Page #1
--------------------------------------------------------------------------
________________
.
ન..
જ
HEI
*
fh;
*ભારતમાં
મહત્વનાં
જૈનધર્મનાં તીર્થધામો
લેખક : મણિભાઈ ગિ. શાહ
Page #2
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકના લેખક, શ્રી મણિભાઈ ગિરધરલાલ શાહ, વ્યવસાયે વકીલ હોવા ઉપરાંત રાજકીય અને સામાજીક કાર્યકર છે. વિદ્યાવ્યાસંગી અને સાહિત્યનો જીવ હોવાથી તેમના જ્ઞાન અને અનુભવની અભિવ્યક્તિ રૂપે, તેમણે લખેલાં પુસ્તકોમાં "ભારતમાં જૈન ધર્મનાં મહત્ત્વનાં તીર્થધામો” નામક આ પુસ્તક નોંધપાત્ર ઉમેરો કરે છે. ઈ.સ. ૧૯૧૬ની ફેબ્રુઆરીની ૨૯મી તારીખે, ખેડા જીલ્લાના ઠાસરા તાલુકાના અંઘાડી ગામે તેમનો જન્મ ઈ.સ ૧૯૩૯માં એલ.એલ.બી.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. પહેલેથી જ ગાંધીયુગની રાષ્ટ્રવાદી વિચારસરણીથી રંગાએલા અને ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓથી આકર્ષાયેલા એટલે ઈ.સ. ૧૯૪૦માં વર્ધા ખાતે કાકાસાહેબ કાલેલકરની નિગેહબાની હેઠળ ચાલતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ગયા. ત્યારે સેવાગ્રામમાં મહાત્માજીના સાન્નિધ્યમાં રહેવાનો લ્હાવો પણ લીધો. ઈ.સ. ૧૯૪૦ના જૂન મહિનામાં કપડવણજમાં સ્થપાએલ કેળવણી મંડળના સ્થાપક મંત્રી બન્યા. ઈ.સ. ૧૯૯૨થી તેઓએ આ સંસ્થાના પ્રમુખપદનું સુકાન સંભાળ્યું છે. ૧૯૪૨ની હિંદ છોડોની લડતમાં પહેલીવાર છ મહિના અને તે પછી બીજી દસ મહિનાની મળીને કુલ સોળ મહિનાની જેલાત્રા કરી. વચ્ચેના ગાળામાં મુંબઈ પ્રાંત રાજકીય કેદી રાહત સમિતિના મંત્રી તરીકે યશસ્વી કામગીરી બજાવી. ઈ.સ. ૧૯૫૦ થી ૧૯૬૯ સુધી તેઓ કોંગ્રેસ કાર્યકર ન હતા. બીજું કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાયા ન્હોતા. બોમ્બે સીટીઝન્સ લીગ અને બીજી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાએલા હતા. ઈ.સ. ૧૯૬૯માં શ્રીમતી ઈંદિરા
Page #3
--------------------------------------------------------------------------
________________
ભારતમાં જૈન ધર્મનાં મહત્ત્વનાં
તીર્થધામો
લેખક મણિભાઈ ગિ: શાહ ઍડવોકેટ (સુપ્રિમ કોર્ટ)
216
મુખ્ય વિક્રેતા કુસુમ પ્રકાશન ૬૧/એ, નારાયણનગર સોસાયટી, પાલડી,અમદાવાદ ૩૮૦ ૦૦૭
સમાચાર સંચય પ્રકાશન
Page #4
--------------------------------------------------------------------------
________________
BHARAT MA. JAIN DHARMA NA MAHATVA NA TIRTH DHAMO (TRAVELOGUE)
© MANIBHAI G. SHAH પ્રથમ આવૃતિ: ૧૯૯૩ પ્રકાશન વ્યવસ્થા શંકર એમ.પંડ્યા ગેલડા ભવન, “બી” બિલ્ડીંગ, ફલેટ-ક, રાઈફલ રેઈન્જ, નોર્થ બોમ્બે સ્કુલ રોડ, ઘાટકોપર, (પશ્ચિમ) મુંબઈ ૪૦૦૦૮૬ ફોનઃ ૫૧૫ ૨૨ ૬.
સમાચાર સંચય પ્રકાશન મુખ્ય વિજેતા કુસુમ પ્રકાશન ૧/એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ ૩૮૦ ૦૦૭ ફોનઃ૪૧ ૦૯ ૫૯ કમ્યુટર કમ્પોઝ
જ્યુપિટર પબ્લિસીટી ભવાની ચેમ્બર્સ, બીજે માળે, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦૦૦૯ ફોન: ૪૦ ૮૪ ૩૯
મુખપૃષ્ઠ
શંકરલાલ હરિલાલ ભટ્ટ મુદ્રા મહેશ મુદ્રણાલય ૩૬, અમૃત ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દૂધેશ્વર, અમદાવાદ - ૩૮૦૦૦૪ ફોન : ૩૮ ૭૨ ૨૪ કિંમત ૫ રૂપિયા
Page #5
--------------------------------------------------------------------------
________________
અર્પણ
જેમનાં સહવાસથી મને લખવાની પ્રેરણા મળી.
સ્વ. રમણભાઈ મણિભાઈ પરીખ
અને
ગં.સ્વ. કાંતાબહેન રમણભાઈ પરીખને
- મણિભાઈ ગિ. શાહ
Page #6
--------------------------------------------------------------------------
________________
Acharya Padmasagarsuri
26-3-93
.
- होश :भारतीय ५८५४ - 44100 / मर स्थान है | मानसिnaa + पित्त) ५स फोस ने भी 4( ( ५८ है | जैन शसन HIयालि Pिre लिये सी (ri मरव ५. विशेष स्थान २५.८/ मे मा २॥ ४ कि - लोगों में ) 2011 में तितर- मान। Gauri (लेमें यह (एक मिने। ले ने तसे परिचय के साथ- साया 4 के इतिहास / ) (संदर- संसिस ५R. हियारे, जो ५८ने रस ५८ रिता । ५८ स्तन 4 में प्रति लोगों में मार मार भी ५ie naik | हरर से 4६ स्तर
यो) मने। ऐसा माना । 4c gern जन- HIT + ५ 199/भावना ५ रने माला में ५८१ मे २) ३ मना है।
पारि
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા) અમદાવાદના પ્રેરક આચાર્ય પ્રવર શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
ત્રણ વીકાર
જે મિત્રો અને સાથીદારો, આ પુસ્તક પ્રગટ કરવામાં મને સહાયભૂત થયા છે અને જે યોગદાન આપ્યું છે તેમનો ઋણ સ્વીકાર કરવાની અને આભાર માનવાની તક લઉ છું.
મારા મિત્ર અને સ્નેહી સમાચાર સંચયવાળા શંકર પંડ્યાએ મને આ પુસ્તક પ્રગટ કરવા માટે માર્ગદર્શન આપ્યું અને તેના પ્રકાશનની બધી વ્યવસ્થા સંભાળીને સહકાર આપ્યો છે તે માટે હું તેમનો અત્યંત ત્રણી અને આભારી છું.
કુસુમ પ્રકાશનના માલિક અને નવચેતન માસિકના તંત્રી મુકુંદભાઈ પી. શાહે આ પુસ્તકની વિતરણ અને વેચાણ વ્યવસ્થાની જવાબદારી . સંભાળીને મારો બોજ હળવો કર્યો છે તે બદલ હું તેમનો આભારી છું.'
જ્યુપિટર પબ્લિસીટીવાળા ભાઈ જીગરભાઈ શાહે, આ પુસ્તકનું કમ્યુટર કમ્પોઝ કરી આપ્યું. મહેશ મુદ્રણાલયવાળા રસિકભાઈ તથા જગદીશભાઈએ સુંદર છાપકામ કરી આપ્યું તે બદલ હું તેમનો આભાર માનું છું.
આ પુસ્તકનું રંગીન મુખપૃષ્ઠ અને નકશો મુંબઈના ખ્યાતનામ ચિત્રકાર અને જૈનધર્મીના સેંકડો ગ્રંથોના સુશોભનકાર, શંકરલાલ હરિલાલ ભટ્ટ તૈયાર કરી આપ્યા છે તે બદલ તેમનો અને આ પુસ્તકમાં
Page #10
--------------------------------------------------------------------------
________________
છાપવામાં આવેલી તસવીરોની પોઝીટીવ બનાવી આપવા માટે ભાઈ મોહનસેનનો આભારી છું.
કોબા જૈન સંશોધન સંસ્થાના પ્રેરક મુનિવર આચાર્યશ્રી પદ્મસાગરસૂરિજીએ “દો શબ્દ' લખીને આ પુસ્તકને તેમના આર્શીવચનથી નવાજ્યું છે તેમને હું વંદન કરું છું. | ગુજરાતના ભારતખ્યાત લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર અને જૈન ધર્મના મર્મજ્ઞ પદ્મશ્રી ગુલાબદાસ બ્રોકરે આ પુસ્તકનો ઉપોદ્યાત લખી આપવાની મારી વિનંતી સ્વીકારી અને તે લખી આપ્યો તે બદલ હું તેમનો કૃતજ્ઞતાપૂર્વક અંતઃકરણથી આભાર માનું છું.
અત્યાર સુધી પ્રગટ થયેલા મારાં બધાં જ પુસ્તકોની હસ્તપ્રતથી માંડીને, તેના પ્રકાશન કાર્યની પૂર્ણાહુતિ સુધી મને હમેશાં સાથ-સહકાર આપનાર, મારાં પત્ની ડૉ. સુલોચનાબહેન શાહનાં બહુમૂલ્ય યોગદાનના ઉલ્લેખ વિના આ ઋણ સ્વીકાર અધૂરો લાગે એટલે તેમની જહેમત અને મહેનતની ઊંડી કદર અને નોંધ સાથે વિરમું છું. મારી
- મણિભાઈ ગિ. શાહ
Page #11
--------------------------------------------------------------------------
________________
. . . -- '
તીર્થયાત્રા
(ઉપોદ્યાત)
ભારતભરમાં તીર્થોનો મહિમા બહુ - ૧
મોટો છે. તે મહિમા દરેકે ધર્મને
આવરી લે છે. ભારતનો મનુષ્ય ગમે તે મારા ધર્મ પાળતો હોય, પણ તીર્થસ્થાનોના
મહાભ્યથી તે પૂરેપૂરો સંલગ્ન હોય જ. અલબત્ત, પોતે જે ધર્મના સંપ્રદાયમાં
માનતો હોય તે ધર્મના તીર્થસ્થાનોના રીત ; ; મહાભ્યથી એ વિમુખ કે અણજાણ હોય
એવો ભારતીય ભાગ્યે જ મળે. એ - મહિમા પરાપૂર્વથી ચાલ્યો આવે છે.
એટલે તો એનું બળ બતાવતા આપણે ત્યાં કહેવાયું છે કેઃ
અન્ય ક્ષેત્રે કૃતં પાપમ્
ધર્મક્ષેત્રે વિનશ્યતિ ! (અન્ય ક્ષેત્રમાં જે કંઈ પાપ કર્યું હોય તે ધર્મક્ષેત્રમાં નાશ પામે છે) તેથી તો અનેક તીર્થસ્થાનો છે. છે. ભારતમાં ધર્મધર્મના એવાં તીર્થસ્થાનોમાં ભારતના મૂર્તિપૂજક જૈન ધર્મીઓનાં તીર્થસ્થાનો જરીએ ઓછાં નથી. વળી તેમાંનાં ઘણાંખરાં દેરાસરો કલા કારીગરી શિલ્પરચના અને અન્ય સમૃદ્ધિથી ભરચક ભર્યા
એ બધાંયે તીર્થસ્થાનો તો નહીં. પણ તેમાંનાં મહત્ત્વનાં એકવીસ તીર્થોને આવરી લેતાં "જૈન ધર્મનાં મહત્ત્વનાં તીર્થધામો" નામનો એક ગ્રંથ, તીર્થસ્થળોના પ્રવાસી હોવા ઉપરાંત, જૈન ધર્મમાં, જૈનતીર્થોમાં અને ૨ તેમના ઇતિહાસ અને તેમને લગતી કથાવાર્તાઓના અભ્યાસમાં ઊંડો રસ લેનાર શ્રી મણિભાઈ ગિ. શાહે લખ્યો છે, તે મારી દ્રષ્ટિએ ધર્મસ્થાનોમાં રસ લેનાર અને યાત્રાનું મહાત્મ જાણનાર જૈનધર્મીઓ માટે તો અત્યંત
Page #12
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી બની રહેશે જ, પણ આવાં સ્થળોના ઇતિહાસ, સ્થાન અને મહત્ત્વમાં રસ ધરાવતા અન્ય નાગરિકો માટે પણ તે ઓછા મહત્ત્વનો નહિ બને.
મણિભાઈ ગિ. શાહ - એમ.જી.શાહ ને નામે જાણીતા છે - સુપ્રીમ કોર્ટ એડવોકેટ છે અને આપણા સામાજિક જીવનમાં રસ લેનાર ભાવનાભર્યા સજ્જન છે.
ઉપરાંત તેઓ અથાગ પ્રવાસી છે. તેઓ, પોતે જ આ ગ્રંથના પ્રાસ્તાવિકમાં જણાવે છે તેમ તેઓ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી ગુહાટી સુધી ભ્રમણ કરીને આપણા ભારત દેશની ચારે દિશાઓમાં ઘૂમી વળ્યા છે. એમનાં એ ભ્રમણ દરમિયાન તેઓએ જાણવાં જેવાં ઘણાં બધાં ઐતિહાસિક સ્થળો અને કલાત્મક સ્થાપત્યો અને તેમાં વેરાયેલી શિલ્પકૃતિઓ નિહાળી છે.
એ ભ્રમણો દરમિયાન, સ્વાભાવિક અભ્યાસવૃત્તિને અંગે તે તે સ્થળોના ઇતિહાસ, કથાઓ અને કલાકૃતિઓ વિશે પણ તેમણે સારી જાણકારી મેળવી છે.
આ ગ્રંથમાં આવેલાં જૈન ધર્મનાં મહત્ત્વનાં જે તીર્થો વિશે તેમણે લખ્યું છે તેમાં તેમની એ બધીયે શક્તિનો વિનિયોગ થએલો વાચક જોઈ શકશે.
આ ગ્રંથ તો માત્ર પાશેરામાં પહેલી પૂણી જેવો જ છે. આ પછી તેઓ પોતાની પાસે પડેલી વિપુલ સામગ્રીનો અન્ય લખાણો પ્રસિદ્ધ કરીને યોગ્ય ઉપયોગ કરવાના જ છે, પણ આ ગ્રંથમાં પણ જૈનધર્મીઓ અને જૈન તીર્થસ્થળોમાં રસ લેનારા અન્યો માટે જે સામગ્રી જેવી રીતે પીરસી છે તેનું મૂલ્ય ઓછું નથી.
જૈનોમાં શત્રુંજય તીર્થનો ઘણો મોટો મહિમા છે. તો તે વિશે તેમણે સવિશેષ લંબાણથી, લખાણ કર્યું છે. તેથી ત્યાં જવા ઇચ્છનારા કોઇ પણ મનુષ્યને તે સ્થાનનો પૂરેપૂરો ખ્યાલ તો આવે જ, પણ સાથે સાથે તેની
મહત્તા પણ સમજાય.
મણિભાઈ શાહની લેખનશૈલી સાદીસીધી, કોઇ પણ જાતના આડંબર કે સાહિત્યિક દેખાવના વળગણ વિનાની છે. તેમને પૂરેપૂરો ખ્યાલ છે કે તેઓ માહિતી આપે છે. અલબત્ત તે, કથાઓ સાથે જોડાએલી રસપૂર્ણ ખરી જ, પણ છતાંયે માહિતી જ એટલે વાચકને એ સ્થળ વિશે જરૂરી સામગ્રી
Page #13
--------------------------------------------------------------------------
________________
મળી રહે અને તેનામાં સ્થળો વિશે કુતૂહલ જાગે તેવી લેખનશૈલી તેમણે અપનાવી છે.
હું માનું છું કે આ પ્રકારના લખાણ માટે તેમણે ઉપયોગમાં લીધેલ ભાષા અને શૈલી પૂરેપૂરા કાર્યવાહક બની રહે છે કેમકે એ ભાષા અને એ શૈલી સાદાસીધાં હોવા છતાં રસભર્યા બન્યાં છે. એમને એવા રસ ભર્યા, બનાવી દેવામાં લેખકનું લેખન ઉપરનું પ્રભુત્વ દેખાઈ આવે છે અને એથી એમને હાથમાં લીધેલું કાર્ય સિદ્ધ થાય છે.
આ જાતના માહિતીપૂર્ણ ગ્રંથોનું મહત્ત્વ ઓછું નથી. એથી મહત્ત્વની માહિતી મેળવવા વિશેની વાચકની તરસ તો છીપે જ છે, પણ સાથે સાથે અભ્યાસી લેખકની ઊંડી અને મર્મગ્રાહી દ્રષ્ટિનો પણ તેને લાભ મળે છે.
આપણે ઈચ્છીએ કે શ્રી મણિભાઈ શાહનો આ ગ્રંથ યોગ્ય સફળતા પ્રાપ્ત કરે અને આ પછી પણ તેમનો અભ્યાસ અને નિરીક્ષણ પરીક્ષણનો વાચક જનતાને લાભ આપતા તેમના અનેક ગ્રંથો આપણને મળી રહે.
વિલેપાર્લે (પશ્ચિમ) તા. ૮-૪-૧૯૯૩
ગુલાબદાસ બ્રોકર
Page #14
--------------------------------------------------------------------------
________________
લોધીકળt Oી પુસ્તીકો.
૧. સોવિયેટ હૉસ્પિટલની મારી ડાયરી
અને બીજા લેખો
/
૨. ૧૯૪૨ની લડતના સંસ્મરણો
૩. વકીલાતના મારા અનુભવો
મૌલાના અબુલ કલામ આઝાદ ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ” નામક પુસ્તકમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિષે કરેલાં વિસંગત અને વિવાદાસ્પદ આક્ષેપોનું ખંડન.
Rebuttal to the allegations against Sardar Vallabhbhai Patel in Maulana Abul Kalam Azad's Book "India Wins Freedom"
6.
Peace is Possible
Page #15
--------------------------------------------------------------------------
________________
ભારતમાં જૈનધર્મનાં
મહત્ત્વનાં
તીર્થધામો
અનુક્રમણિકા
(૧) આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીનું છે. ' આશીર્વચન “દો શબ્દ' (૨) ભારતખ્યાત ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કે પદ્મશ્રી ગુલાબદાસ બ્રોકરની પ્રસ્તાવના (૩). ઋણ સ્વીકાર (૪) પ્રાસ્તાવિક
ગુજરાત (૫) શ્રી શત્રુંજ્ય સિદ્ધિગિરિ તીર્થ (૬) શ્રી ગિરનાર તીર્થ (૭) શ્રી શંખેશ્વર તીર્થ (૮) શ્રી તારંગા તીર્થ (૯) શ્રી મહુડી મધુપુરી તીર્થ (૧૦) જૈન મંદિરોનું નગર પાટણ
રાજસ્થાન (૧૧) શ્રી આબુ (દેલવાડા) તીર્થ (૧૨) શ્રી રાણકપુર તીર્થ (૧૩) શ્રી કેસરિયાજી તીર્થ
૩૩
૪૫
૪૯
૫૩
S૭
૮૧
૯૧
Page #16
--------------------------------------------------------------------------
________________
(૧૪) જેસલમેર – જૈનોનું છેલ્લું તીર્થધામ કર્ણાટક
(૧૫) શ્રી શ્રવણબેલગોલા (ગોમટેશ્વર) તીર્થ બિહાર
(૧૬) બિહાર
(૧૭) શ્રી પટણા (પાટલિપુત્ર) તીર્થ
(૧૮) શ્રી સમેત શિખર તીર્થ
(૧૯) શ્રી પાવાપુરી તીર્થ
(૨૦) શ્રી રાજગૃહી (રાજગિરિ) તીર્થ
(૨૧) શ્રી વૈશાલી તીર્થ
(૨૨) શ્રી ચંપાપુરી તીર્થ
(૨૩) શ્રી કુંડલપુર તીર્થ (૨૪) શ્રી ગુણાયાજી તીર્થ
(૨૫) શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ
૧૦૪
૧૦૮
૧૧૯
૧૨૨
૧૨૫
૧૩૨
૧૩૯
૧૫૨
૧૫૯
૧૬૨
૧૬૪
૧૬૫
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
ભારતમાં મેં કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી ગુહાટી સુધી ભ્રમણ કર્યું છે. ઘણાં બધાં જાણવા જેવાં ઐતિહાસિક સ્થળો અને કલાત્મક સ્થાપત્યો અને તેમાં વેરાયેલી શિલ્પકૃતિઓ નિહાળી છે. જ્યારે જ્યારે કોઈ સ્થળો જોવા જતો ત્યારે તેનું બારીકાઈથી અવલોકન કરી તેના ઇતિહાસ વિશે, તેની સંસ્કૃતિ અને કલા વિશે નોંધ કરતો. કોઈ કોઈ સ્થળે પુસ્તકો, પુસ્તિકાઓ અને ફોટાઓ મળતા તે પણ લેતો. આમ મેં કરેલું અવલોકન, તેના ઉપર કરેલી નોંધ, તે વિશે મળેલા સાહિત્ય અને ફોટાઓના આધારે મેં લગભગ સાઠેક(0) લેખો લખ્યા છે. હજી બીજ એટલા લેખો લખવાની ઉમેદ યાને ખ્વાહિશ છે. આ લેખોમાં કેટલાક લેખો જૈનોનાં ઘણાં જાણીતાં અને મહત્ત્વનાં તીર્થસ્થાનો વિશે લખેલા છે, એટલે હાલ પૂરતા જૈનોના તીર્થસ્થાનો વિશે લખેલા લેખોને આવરી લેતું આ પુસ્તક પ્રકાશિત કર્યું છે.
જૈનોનાં અતિ મહત્ત્વનાં અને જાણીતાં તીર્થોમાં શ્રી શત્રુંજ્યની યાત્રાને જૈનો વધુ મહત્ત્વ આપે છે. શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપર ઘણી કથાઓ, સ્તવનો. ચૈત્યવંદનો, સજઝાયો અને થોયો લખાઈ છે. કંઈ ટૂંકા લેખો પણ છે. તે બધામાં શ્રી શત્રુંજ્ય તીર્થ, તેનું વર્ણન અને તેના મહિમાનું યશોગાન મળી આવે છે. ભાગ્યે જ બીજા કોઈ તીર્થ માટે આટલું બધું લખાણ હશે. આમ છતાં શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપર તો બે ગ્રંથો મળી આવે છે. એક ગ્રંથનું નામ છે. “શ્રી શત્રુંજ્ય મહાભ્ય' અને બીજા ગ્રંથનું નામ છે: “શ્રી શત્રુંજ્ય કલ્પ”
શ્રી શત્રુંજ્ય કલ્પ'ની રચના વિક્રમ સંવત ૧૫૧૮ એટલે આજથી લગભગ ૫૩૧ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. “શ્રી શત્રુંજ્ય કલ્પમાં ઓગણચાલીસ (૩૯)મૂળ ગાથાઓ છે, પણ તેનો સંસ્કૃત ટીકાવાળો જે ગ્રંથ છે તેમાં ચૌદ હજાર ચારસોને ચોવીસ (૧૪૪૨૪) ગાથાઓ છે. આ આખો ગ્રંથ પદ્યમાં છે. તેનું, હાલમાં ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં મોટે ભાગે સાદી સીધી વર્ણન વગરની નાની નાની એકસોને દસ (૧૧૦) કથાઓ છે. જ્યારે “શ્રી શત્રુંજ્ય પૃહાભ્ય'ના ગ્રંથમાં તેના કર્તા શ્રી ધનેશ્વરસૂરિ મહારાજે, શ્રી શત્રુંજ્યના મહિમાની કથાઓનું વર્ણન ખૂબ જ વિસ્તારપૂર્વક કરેલું છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
આ સિવાય શ્રી શત્રુંજ્ય તીર્થોનો સમગ્રપણે ખ્યાલ આપતી કોઈ પુસ્તિકા કે લેખ મારી જાણમાં નથી. એટલે આ લેખોમાં શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપરનો લેખ સહેજ વિસ્તારથી લખ્યો છે.
આશા રાખું છું કે યાત્રાળુઓને અને ખાસ કરીને જૈન યાત્રાળુઓને શ્રી શત્રુંજ્ય તીર્થનો, તેના ટૂંકા ઈતિહાસનો, તેના ઉપર આવેલાં મંદિરો, પ્રતિમાઓ, દેરીઓ અને અન્ય સ્થળોનો આ પુસ્તકમાં લખેલ લેખ દ્વારા ઠીક ઠીક ખ્યાલ આવશે અને તેમને યાત્રા કરવામાં થોડું માર્ગદર્શન
મળશે.
આ સાથે ગિરનાર પર્વત, જેને જૈનો શ્રી શત્રુંજ્યની પાંચમી ટૂંક માને છે તેના ઉપર, તેમજ ગુજરાત રાજ્યમાં આવેલ શ્રી શંખેશ્વર, શ્રી તારંગા શ્રી મહુડી અને બિહાર પ્રાંતમાં આવેલાં શ્રી સમેતશિખર, શ્રી પાવાપુરી, પાટણ, રાજગૃહી, શ્રી વૈશાલી, પટણા, ચંપાપુરી, કાકની, ગુણાયાજી અને કુંડલપુર, ઉપર રાજસ્થાન રાજ્યમાં આવેલ શ્રી કેસરિયાજી, આબુ, રાણકપુર અને જેસલમેર અને કર્ણાટકમાં આવેલ બાહુબલીજી યાને ગોમટેશ્વર ઉપર લેખો લખ્યા છે. આ સિવાય જૈનોના બીજા ધણાં મહત્ત્વનાં તીર્થધામો છે. આખા ભારત વર્ષમાં જાણીતા જૈન તીર્થધામોની સંખ્યા લગભગ બસોથી સવા બસો સુધીની ગણાવી શકાય, જેમાં પૂજિત મૂર્તિઓ છે. આ સિવાય બીજા સેંકડો સ્થળોએ જૈન મંદિરો છે, તેમાં કોઈ કોઈ સ્થળોએ અપૂજિત મૂર્તિઓ છે, કોઇ કોઇ સ્થળે ગુફાઓમાં અને પર્વતની ખીણોમાં પણ અપૂજિત મૂર્તિઓ છે, આ બધા મંદિરો વિશે પણ લેખો લખવાની ઉમેદ છે.
FO
આશા રાખું છું કે આ પુસ્તકમાં લખેલ લેખો દ્વારા જૈનોને યાત્રા ક૨વામાં થોડું માર્ગદર્શન મળશે. મારી આશા કેટલે અંશે સાચી છે તે તો વાચક વર્ગ જ કહી શકે.
૧૧-૧૧-૯૨
મણિભાઈ ગિ. શાહ
Page #19
--------------------------------------------------------------------------
________________
ગુજરાત
ભુજ
નભનગર
જુનાગઢ
શંખેશ્વર
પાલણપુર
પાટણ) દૈસા'. મહુડી
નમદાવાદ.
ભાવનગર
અમરેલી પાલીતાણા
તારંગા
ખેડા
વાસ
ભરૂચ
સુત
ગોધરા
૧. ૭ શ્રી શત્રુંજ્ય તીર્થ (સિદ્ધિ ગિરિ)
૨. ૭ શ્રી ગિરનાર તીર્થ
૩. ૭ શ્રી શંખેશ્વર તીર્થ
૪. ૭ શ્રી તારંગા તીર્થ
૫. ૦ શ્રી મહુડી તીર્થ (મધુપુરી)
૬. ૭ શ્રી પાટણ-જૈન મંદિરોનું નગર
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજય : સિધ્ધિગિરિ તીર્થ તીર્થરાજ શત્રુંજયની મુખ્ય ટૂંક તથા મોતીશા શેઠની ટૂંક પરના જિનાલયો
આ
11 જ
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી ગિરનાર તીર્થ
૧૯૦ × ૧૦૩ ફુટ લાંબા અને પહોળા વિશાળ ચોકની મધ્યમાં બાંધવામાં આવેલું શ્વેતાંબર જૈન મંદિર. ગિરનાર પરના સૌથી કલાત્મક અને શ્રેષ્ઠ શિલ્પના કોતરકામવાળાં મંદિરો વસ્તુપાળ-તેજપાળે બંધાવેલા છે. તેમાંના એક મંદિરનું શિખર ઃ વસ્તુપાળ વિહાર.
વાર જો કે તે જ સમ
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર તીર્થ
વિશાળ કોટના મધ્ય ભાગમાં આવેલ શિખરબંધ બાવન જિનાલય મંદિરનું મનમોહક દ્રશ્ય. શંખેશ્વર ગામની બહાર આરસપહાણથી બનાવેલું આગમ મંદિર પણ ઘણું ભવ્ય અને વિશાળ છે.
૬૨ ૪૬
જાહેર
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી તારંગા તીર્થ
ગુર્જર નરેશ શ્રી કુમારપાળે ઊંચા પહાડ પ૨ બંધાવેલું ત્રણ માળવાળું આ મંદિર ૧૨૫ ફુટ ઊંચું છે. ૨૩ ફૂટ લાંબા અને પહોળા ચોકના મધ્ય ભાગમાં આવેલું આ મંદિર ૧૫૦ ફુટ લાંબુ અને ૧૦૦ ફુટ પહોળું છે.
菜纂要要素彩
શિખર સમૃધ્ધ અજીતનાથ પ્રસાદનું દ્રશ્ય
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી મહુડી ઃ મધપુરી તીથી પ્રક્ટ પ્રભાવક જૈન શાસન રક્ષક, બાવનવીરો પૈકીના ત્રીસમા વીર શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની ધનુર્ધારી પ્રતિમા. અહીં યાત્રાળુઓ ઘંટાકર્ણ મહાવીરને સુખડી ધરે છે. આ સુખડી ત્યાંજ ખાવાની હોય છે. સુખડી બહાર લઈ જવી તેને અશુભ ગણવામાં આવે છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રી ૫'ચાસરા દહેરાસરનુ પ્રવેશદ્વાર-પાટણ,
પાટણ : જૈન મંદિરનું નગર
અણહિલ ભરવાડનું જેની સાથે નામ જોડીને અણહિલપુર પાટણને ગુજરાતનું પાટનગર બનાવીને ગુરૂનું ગોરવ કરનાર વનરાજ ચાવડાની પ્રતિમા.
૪ ૪ ૪ ૪ ૪૩ * * *
ચા
ગુ.
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી ચારૂપ તીથી ગુજરાતના મહામંત્રી વસ્તુપાળે બંધાવેલા ભવ્ય અને કલાત્મક મંદિરો પૈકીનું એક વિશાળ અને આકર્ષક શ્રી ચારૂપ તીર્થ મંદિરનું મનમોહક દ્દશ્ય.
બીજી બાકી છે
શ્રી ચારૂપ તીર્થ-જીનાલચ
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજય યાને સિદ્ધગિરિ તીર્થ |
શ્રી શત્રુંજય એ જૈનોનું મોટામાં મોટું યાત્રા સ્થળ યાને તીર્થધામ છે. તે સૌરાષ્ટ્રમાં પાલિતાણા નગરની નજદીક, પવિત્ર શત્રુંજય નદીના કિનારે, શત્રુંજય પર્વત ઉપર આવેલું છે. આ તીર્થયાત્રાનો ઘણો ભવ્ય અને રોમાંચક ઇતિહાસ છે. આ તીર્થધામ જૈનોનું હોવા છતાં, દરેક કોમના લોકો માટે તે ખુલ્લું છે. અને અન્ય કોમની વ્યક્તિઓ યાત્રા કરવા પણ આવે છે.
આ તીર્થ ઘણું પુરાણું છે. અતીતના ઇતિહાસથી ભરેલું છે. પ્રાગઐતિહાસિક કાળમાં પણ આ તીર્થધામ હતું તેવી માન્યતા છે. જૈન ધર્મીઓની માન્યતા પ્રમાણે, જૈનોના પ્રથમ તીર્થકર અને હિંદુઓના આદિપુરુષ, ભગવાન આદિશ્વરે અહીં ઘેટી પાગના રસ્તેથી પૂર્વ નવ્વાણુ વાર યાત્રાઓ કરી હતી. અને ભગવાન આદિશ્વરના પ્રથમ ગણધર પુંડરિક સ્વામી, અહીંથી મોક્ષે સિધાવ્યા હતા. કોઈ મુનિ મહારાજે આ યાત્રાધામના શાશ્વતપણા વિશે લખ્યું છે કે,
- “પ્રાય એ ગિરિ શાવતો રહેશે કાલ અનંત’
આ તીર્થના એકવીસ, એકસો આઠ અને કોઈ પુસ્તકોમાં એક હજાર આઠ નામો હોવાનો ઉલ્લેખ સૂચવે છે કે તીર્થ ઘણું પુરાણું હશે. વળી જૈનોની માન્યતા પ્રમાણે, આ તીર્થમાંથી વર્તમાન ચોવીસીમાં, પુંડરિકસ્વામી વગેરે સહિત, અસંખ્યાતા જીવો મોક્ષે ગયા છે. અને આવતી ચોવીસીના ચોવીસ તીર્થંકરો, અસંખ્યાતા જીવો સાથે, અહીંથી મોશે જવાના છે. આ અને આવાં બીજાં ઘણાં કારણો જૈન શાસ્ત્રોમાં આપ્યાં છે જે નિર્દેશ કરે છે કે, પ્રાગઐતિહાસિક કાળમાં પણ આ તીર્થસ્થાન હશે.
પાલિતાણાનું અસલ નામ પાદલિપ્તપુર હતું. આચાર્યશ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી, તેમની પાસેથી મંત્ર અને તંત્રની વિદ્યા
S
SS
Page #28
--------------------------------------------------------------------------
________________
શીખેલા મહાન સિદ્ધયોગી શિષ્ય નાગાર્જુન, ગુરુની સ્મૃતિમાં આ નગરની સ્થાપના કરી તેનું નામ પાદલિપ્તપુર પાડ્યું હતું. કાળક્રમે તેનો અપભ્રંશ થતાં તેનું નામ પાલિતાણા પડ્યું.
પાલિતાણા ગામથી લગભગ છ કિલોમીટરના અંતરે શત્રુંજય પર્વત આવેલો છે. પાલિતાણાથી શત્રુંજય જવા માટે પાકો રસ્તો બાંધવામાં આવ્યો છે. પર્વતની ઊંચાઈ લગભગ પાંચસો પંચાણું (પ૯૫) મીટરની છે. શત્રુંજય નદી, પર્વતની દક્ષિણ દિશાએ આવેલી છે. તેને કારણે, આબોહવા આલ્હાદક છે અને દ્રશ્ય મનોહર લાગે છે. આજે તો શત્રુંજય નદી ઉપર બંધ બાંધવામાં આવ્યો છે. શત્રુંજય પર્વત ઉપર જૈનોના સેંકડો મંદિરો આવેલાં છે. જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથના પ્રથમ ગણધર પુંડરિક સ્વામી, ચૈત્રી પુનમે અહીંથી મોક્ષે સિધાવ્યા હતા. એટલે પહેલાના સમયમાં શત્રુંજય પર્વતનો પુંડરિકગિરિ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવતો હતો.
શ્રી શત્રુંજયગિરિની પાગો અથત રસ્તાઓ શ્રી શત્રુંજયગિરિ ઉપર ચડવાના રસ્તાઓનો પાગ-પાજ-પાયગા વગેરે શબ્દોથી ઉલ્લેખ કરવામાં આવે છે. શત્રુંજયગિરિ ઉપર ચડવાના મુખ્ય ચાર પાગો યા રસ્તાઓ છે. પહેલી પાગને પાલિતાણાની પાગ કહે છે. તે ઉત્તર દિશાની પાગ છે. ત્યાંથી શ્રી શત્રુંજય તીર્થની તળેટીમાં જવાનો રસ્તો છે. તેનું નામ તલાટી રોડ છે, અર્થાત તળેટી રોડ છે. તે રસ્તો, પુલથી શરૂ થઈને તળેટીનાં પગથિયાં સુધી જાય છે. અહીંથી ઉપર ચડવા માટેનાં પગથિયાંની શરૂઆત થાય છે. અહીં ભક્તજનો "બોલો આદિશ્વર ભગવાનની જે" બોલીને, યાત્રાની શરૂઆત કરે છે. આથી આ સ્થળનો “જય તલાટી' તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. એક જમાનામાં આ રસ્તો “મન મોહન પાગ' તરીકે જાણીતો હતો.
બીજી પાગને શ્રી શત્રુંજય નદીની પાગ કહેવામાં આવે છે. પાલિતાણાથી હસ્તગિરિના રસ્તે લગભગ ચાર માઈલના અંતરે શ્રી શત્રુંજય
Page #29
--------------------------------------------------------------------------
________________
નદી આવે છે. ત્યાંથી શ્રી શત્રુંજયગિરિ ઉપર ચડવાનો રસ્તો છે.આ પાગ,પૂર્વ દિશાએ આવેલ હોઈને તેને પૂર્વ દિશાની પાગ પણ કહેવામાં આવે છે.
ત્રીજી પાગને રોહીશાળાની માગ કહેવામાં આવે છે. અહીં રોહીશાળા ગામ તરફથી શ્રી શત્રુંજયગિરિ ઉપર ચડવાનો રસ્તો છે. રોહીશાળા ગામ પાસે એક બીજું ગામ છે. જ્યાં શ્રી આદિશ્વર ભગવાનનાં પગલાં છે. આ માર્ગેથી જતા યાત્રાળુઓ, પ્રથમ આ પગલાંના દર્શન કરીને શ્રી શત્રુંજય પર્વત ઉપર ચડવાની શરૂઆત કરે છે. આ પાગ દક્ષિણ દિશાએ આવેલી હોઈ, તેને દક્ષિણ દિશાની પાગ પણ કહે છે. ચોથી પાગ તે “ઘેટીની પાગ'ના નામે ઓળખાય છે. અહીં ઘેટી નામનું ગામ નજીક હોવાથી તેનો ધેટીની પાગ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. અહીં આતપર યાને આદિપુર - આદપુર ગામ આવેલું છે. શ્રી શત્રુંજયગિરિ ઉપર આ ગામથી ચડવાનો રસ્તો છે. અહીં આતપુરમાં એક સુંદર – ધર્મશાળા, ભાથાખાતું, મંદિર વગેરે છે. હાલમાં એક નવું મંદિર પણ બની રહ્યું છે. આ રસ્તો પશ્ચિમ દિશાએ આવેલો હોઈ, તેને પશ્ચિમ દિશાની પાગ કહેવામાં આવે છે. જૈનોના ગ્રંથો પ્રમાણે, આદિશ્વર ભગવાને આ રસ્તેથી પૂર્વ નવ્વાણુ યાત્રાઓ કરી હતી. આને કારણે, આજે જૈનોમાં શત્રુંજય ઉપર નવ્વાણુ યાત્રાઓ કરવાનું ઘણું મહત્ત્વ છે.
એમ માનવામાં આવે છે કે આ સિવાય શ્રી શત્રુંજય ઉપર ચડવાના બીજા રસ્તાઓ હતા. પણ હાલ તે અસ્તિત્ત્વમાં નથી. આમ છતાં, હજી પણ એક રસ્તો ઘેટીની પાગ અને રોહીશાળાની પાગ વચ્ચે આવેલો છે. એ બાજુ રહેનારા આજે પણ શ્રી શત્રુંજય ઉપર જવા માટે એ રસ્તાનો ઉપયોગ કરે છે. આ રસ્તો થોડો ટૂંકો પણ છે.
પાલિતાણા શહેરથી શત્રુંજય પર્વતની તળેટી સુધી વચમાં અનેક જૈન મંદિરો છે. એક આગમ મંદિર પણ છે. મોટે ભાગે યાત્રાળુઓ, યાત્રાની શરૂઆત આ પાગથી તળેટીમાં પ્રસ્થાપિત પાદુકાઓની આગળ ચૈત્યવંદન કરીને કરે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
શત્રુંજય પહાડ ઉપર ચડવા માટે, પહોળાં પગથિયાં બાંધવામાં આવ્યાં છે. ચડાવમાં વચ્ચે યાત્રાળુઓ માટે વિશ્રામ સ્થાનો અને પરબો છે. વચમાં સામાન્ય સ્થિતિના શ્રાવકોએ તીર્થંકરની પાદુકાઓ યોજી, તેના ઉપ૨ દેરીઓ બનાવી છે. પહાડનું ચઢાણ લગભગ ચાર કિલો મીટરનું છે. મોટે ભાગે યાત્રાળુઓ પગે ચાલીને જ ઉપર ચડે છે. પણ જે યાત્રાળુઓ ન ચડી શકે તેવા હોય તેમને માટે, ડોળીની વ્યવસ્થા રાખવામાં આવી છે. ડોળીના ભાવ પણ નક્કી કરવામાં આવેલા છે. તેમાં ઋતુ પ્રમાણે ફેરફાર થતા હોય છે.
પહાડ ઉપર યાત્રાળુઓને દિવસ દરમ્યાન આરામ કરવા માટે, એક ગેસ્ટ હાઉસ બાંધવામાં આવ્યું છે. પહાડ અનોખા પ્રાકૃતિક સૌન્દર્યથી સભર છે.
અહીં કાર્તિકી પૂર્ણિમા, ચૈત્રી પૂર્ણિમા, ફાગણ સુદ તેરસ અને વૈશાખ સુદ ત્રીજના દિવસોએ, મોટા મેળા ભરાય છે. ત્યારે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે.
શત્રુંજયગિરિનો સિદ્ધગિરિ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. કારણ કે જૈનધર્મની માન્યતા પ્રમાણે શત્રુંજયપર્વત પરથી અનેક આત્માઓ મોક્ષે સિધાવ્યા છે. વળી અહીં જૈન મંદિરોની એક મોટી હારમાળા છે. અગર કહો કે શત્રુંજય પર્વત જૈન મંદિરોથી છવાઈ ગયો છે. આજે લગભગ નવસો જેટલાં મંદિરો તો હયાત છે. મોટા ભાગનાં મંદિરો તો આરસ પહાણના પત્થરોથી બનાવેલાં છે. હરેક શ્રદ્ધાવાન જૈનની એક એવી અભિલાષા હોય છે કે જીવનમાં એકવાર સિદ્ધગિરિ પર્વત ઉપર, મંદિ૨ અથવા નાનકડી દેરી બંધાવું. એટલે આજે પણ શત્રુંજયગિરિ પર મંદિરોનું બાંધકામ ચાલુ જ છે.
એમ માનવામાં આવે છે કે, શત્રુંજયગિરિ ઉપર બાંધવામાં આવેલું પ્રથમ મંદિર, કાષ્ટનું હતું, પણ શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય રાજા કુમારપાળ અને તેમના અમાત્ય ઉદયને, મંદિર કાષ્ટનું હોવાથી, તેને આગના ભયથી બચાવવા માટે પત્થરનું બનાવવાનો આદેશ આપ્યો. આ આદેશને
૪
Page #31
--------------------------------------------------------------------------
________________
અનુસરીને, ઉદયન મંત્રીના પુત્ર વાભટ્ટે કાષ્ટના મંદિરનું, પત્થરના મંદિરમાં રૂપાંતર કર્યું. શત્રુંજયગિરિ ઉપર મંદિરો બાંધવામાં ઘણા મહાન આચાર્યો, રાજા-મહારાજાઓ, અમાત્યો, જૈનધર્મના શ્રેષ્ઠીઓ અને સામાન્ય ધર્મીઓનો ઘણો મોટો ફાળો છે. તેમાં આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય, મહારાજા સિદ્ધરાજ અને કુમારપાળ, અમાત્યોઃ ઉદયન, વિમલશા, વસ્તુપાળ, તેજપાળ અને શ્રેષ્ઠીઓઃ જગડુશાહ, કરમશાહ, સવા સોમજી, મોતીશા વગેરેનાં નામો ગણાવી શકાય.
યાત્રાળુઓ તળેટી અર્થાત્ જેને જયતલાટી કહે છે, ત્યાંથી યાત્રાનો આરંભ કરે છે. જયતલાટીથી આગળ ચઢતાં ડાબા હાથે બાબુના દેરાસર જતાં અગાઉ, એક સંપૂર્ણ આરસમાં બનાવેલું દેવવિમાન જેવું સુંદર જૈન મંદિર આવે છે. તે ખોમાના દેરાસર તરીકે જાણીતું છે. ત્યાંથી આગળ જતાં કલકત્તાના બાબુઓએ બંધાવેલું, ધનવસહી બાબુનું દેરાસર આવે છે. આ મંદિર કલકત્તાના બાબુઓ અને ધનપતસિંહે બંધાવેલું હોઈને, તેનો ધનવસહી બાબુનું દેરાસર નામથી ઉલ્લેખ કરવામાં આવે છે.
બાબુના મંદિરની સામે ૧૦૮ પ્રચલિત તીર્થના મંદિરોના ભગવાનની મૂર્તિઓ અને આરસના પટમાં લેમિનેશન કરાવેલું મંદિર આવે છે. તેના ત્રણ નામ છે. (૧) સમવસરણ મંદિર (૨) તીર્થદર્શન મંદિર અને (૩) પાર્શ્વનાથ મંદિર. મંદિરમાં સમવસરણની રચનાઓ હોવાથી સમવસરણ મંદિર કહેવાય છે. તીર્થોનાં દર્શન કરતા હોઈએ તેવું આબેહૂબ બનાવ્યું છે, એટલે તીર્થદર્શન મંદિર કહેવાય છે. અને મંદિરમાં ભોંયતળિયે પાર્શ્વનાથની ૧૦૮ મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. એટલે ૧૦૮ પાર્શ્વનાથ મંદિર કહેવાય છે. આ પછી ઉપર ચડતાં ભરતરાજાનાં પગલાંની દેરી, ઈચ્છાકુંડ, કુમારપાળ રાજાએ બંધાવેલ કુમારકુંડ વગેરે આવે છે અને એથી આગળ જતાં હિંગળાજનો હડો આવે છે. અહીં ચડાણ સહેજ કપરૂં છે.
આ હડો અંબામાતાનો છે. અંબિકાદેવી હિંગળાજની મૂર્તિસ્વરૂપ છે. તેની એક દંતકથા છે કે હિંગુલ નામનો રાક્ષસ સિંધુ નદી તરફથી
-
-
-
Page #32
--------------------------------------------------------------------------
________________
જતાં અને આવતાં યાત્રાળુઓને ત્રાસ આપતો હતો. આથી એક સંત પુરુષે તપ અને ધ્યાન દ્વારા અંબિકાદેવીને હાજરાહજૂર થવા વિનંતી કરી અને જણાવ્યું કે હિંગુલ રાક્ષસ યાત્રાળુઓને હેરાન કરે છે. તેથી તેને દૂર કરવો જોઇએ. અંબિકા દેવીએ રાક્ષસ સાથે યુદ્ધ કરીને તેનો પરાભવ કર્યો. રાક્ષસ મૃતઃપ્રાય દશામાં આવી ગયો અને દેવીના પગે પડીને પ્રાર્થના કરી કે હવેથી તે કોઇને પણ કનડગત નહિ કરે, પણ શ્રી શત્રુંજય તીર્થ ક્ષેત્રમાં તેની સ્થાપના થાય તેવું દેવીએ કંઈ કરવું જોઇએ. દેવીએ તેની માગણી માન્ય રાખી તેથી આ જગાનો હિંગળાજ નામથી ઉલ્લેખ કરવો તેમ જણાવ્યું. ત્યારથી આ સ્થળ હિંગળાજના હડા તરીકે ઓળખાય છે.
એમ કહેવાય છે કે આ બનાવ તો કરાંચી નજીકના ડુંગરોમાં બન્યો હતો, પણ સૌરાષ્ટ્રના લોકો અંબિકાદેવીને અધિષ્ઠાત્રી દેવી માને છે. તેથી અહીં સિદ્ધાચળની ટેકરી ઉપર તેમને સ્થાપિત કર્યાં અને તે સ્થાનને હિંગળાજના હડાનું નામ આપ્યું.
આથી આગળ જતાં પદ્માવતી દેવીની ટૂંક આવે છે. એની પ્રતિષ્ઠા કરાવનાર સાધુ શ્રી પૂજી યાને ગોરજી હતા. એટલે એને શ્રી પૂજીની ટૂંક પણ કહેવામાં આવે છે. અહીંથી આગળ જતાં, બે રસ્તા આવે છે. એક રસ્તો નવટુંક તરફ જાય છે અને બીજો રસ્તો દાદાની ટૂક તરફ જાય છે.
જૈન શાસ્ત્રો આ તીર્થને શાશ્વત માને છે. વળી તેનું પ્રાગઐતિહાસિક સમયમાં પણ અસ્તિત્વ હતું તેમ માને છે, છતાં તેનો ઈતિહાસ તો અગિયારમી સદીથી મળે છે. પ્રથમ મંદિર અગિયારમી સદીમાં બાંધવામાં આવ્યું હતું. અને ત્યારથી મંદિરોના નિર્માણનું કામ શરૂ થયું. આજે તો સેંકડો મંદિરો છે અને તેના તીર્થાધિપતિ ભગવાન આદિનાથના મુખ્ય મંદિર ઉપરાંત નીચે મુજબ નવ ટૂકા યાને ટોચો ઉપર પણ વિવિધ મંદિરો આવેલાં છે.
શેઠ નરસી કેશવજીની ટૂક : તેના પર શેઠ નરસી કેશવજી દ્વારા મંદિર બાંધવામાં આવ્યું હતું. તેની પ્રતિષ્ઠા વિક્રમ સંવત
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૯૨૧માં કરવામાં આવી હતી. તેમાં મૂળ નાયક જૈનોના ચોથા તીર્થંકર શ્રી અભિનંદન ભગવાન છે. આ મંદિરના ઉપરના ભાગમાં યક્ષ યક્ષિણીઓની સુંદર મૂર્તિઓ છે. મંદિર બે માળનું છે. તેમાં લગભગ પચાસ પ્રતિમાઓ છે. આ ટૂક ઉપર સંપ્રતિ રાજા, ઋષભદેવના માતા મરૂદેવી, પદ્મપ્રભુ અને વેલબાઈનાં મંદિરો છે. વેલબાઈનું મંદિર ચૌમુખી છે. તેમાં ૬૪ પ્રતિમાઓ છે. આ ટ્રક અને ચૌમુખજીની ટૂકને જોડતી રચનાને ખરતરવસહી કહે છે.
બીજી ટૂક શ્રી ચૌમુખજીની ટૂક તરીકે ઓળખાય છે. શત્રુંજયગિરિ ઉપર આ ઊંચામાં ઊંચી ટૂક છે. આ ટ્રકના બે વિભાગો છે. બહારના વિભાગને ખરતરવસહી કહે છે અને અંદરના વિભાગને ચૌમુખજીની અથવા સવા-સોમની ટૂક કહે છે. લગભગ પચ્ચીસ માઈલની દૂરીથી એના શિખરનું દર્શન થાય છે. શિખર સત્તાણું ફૂટ ઊંચું છે. અહીં વિક્રમ સંવત ૧૬૫૭માં શ્રેષ્ઠીઓ સવચંદ અને સોમચદે જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથનું મંદિર બંધાવ્યું હતું. તેની પાછળ તે વખતે અડતાલીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ મંદિર સડસઠ ફૂટ લાંબુ અને સત્તાવન ફૂટ પહોળું છે. ગર્ભગૃહમાં બે ફૂટ ઊંચા અને બાર ફૂટ લાંબા પહોળા સફેદ આરસના સિંહાસન ઉપર, દસ ફૂટ ઊંચી પદ્માસનસ્થ ભગવાન આદિનાથની શ્વેતવર્ણ ચાર મૂર્તિઓ છે. મંદિરની ફરસ લીલા, ભૂરા, શ્વેત આરસના ટૂકડાઓથી જડેલી છે. મૂર્તિનાં ચાર દિશામાં ચાર મુખ છે. અને આથી તે ચૌમુખજીની ટૂક કહેવાય છે. સિંહાસન કલાત્મક અને આકર્ષક છે.
મંદિરના રંગમંડપમાં બાર સ્તંભો ઉપર ચોવીસ દેવીઓનાં સુંદર મનોહર ચિત્રો છે. મંદિરનું સ્થાપત્ય કલાત્મક છે. મંદિર સવારે સાત વાગે ઊઘડે છે. અને રાતે સાત વાગે બંધ થાય છે. આમ તો, અહીં બધાં જ મંદિરો સવારના સાતથી સાંજના સાત સુધીજ ખુલ્લાં રહે છે. સંધ્યાટાણે શત્રુંજય ઉપરથી પૂજારીઓ પણ ઊતરી જાય છે. જૂજ વ્યક્તિઓ જ રાતના ઉપર રહે છે અને જૈનોની માન્યતા પ્રમાણે રાતના અહીં ફક્ત દેવોનો જ વાસ રહે છે. મૂર્તિનાં અંગો સુવર્ણથી મઢેલાં અને રત્નોથી જડેલાં છે. એ
Page #34
--------------------------------------------------------------------------
________________
સવા-સોમની શ્રેષ્ઠીઓની ઉદારતા અને ભક્તિનો ખ્યાલ આપે છે. આ મંદિરમાં બાર સ્તંભો પર ઘૂમટની રચના કરવામાં આવી છે. શત્રુંજય પર આ સૌથી મોટામાં મોટું મંદિર છે. ચૌમુખજીના મંદિરના બહારના ભાગમાં ચાર મંદિરોનો સમૂહ છે. આ મંદિરો ખરતરવસહી તરીકે ઓળખાય છે.
આ સવા–સોમની ટૂકનો એક દિલચશ્પ કિસ્સો છે. જૈન શ્રેષ્ઠીઓની ઉદારતાની પરાકાષ્ટાનો ઇતિહાસ છે.
વંથલી યાને વણસ્થલી ગામમાં, એક અતિ પ્રતિષ્ઠિત અને શુભ નિષ્ઠાવાળા સવચંદ નામે વેપારી શેઠ હતા. ગામના લોકો તેમની મિલ્કત, શેઠને ત્યાં અનામત રાખતા અગર ગીરો મૂકતા અને જ્યારે જરૂર પડે ત્યારે પાછી લઈ જતા.
એક દિવસ શેઠની ઈર્ષા કરનાર એક ઈર્ષાખોર વેપારીએ એક ગિરાસદારના કાન ભંભેરીને કહ્યું કે સવચંદ શેઠ ખોટમાં છે અને તમારી મિલ્કત હવે તમને પાછી મળશે નહિ. ગિરાસદારે આવીને શેઠ પાસે પોતાની મૂડી પાછી માંગી. શેઠની પેઢીમાં ત્યારે એટલી રોકડ રકમ ન હતી, કારણ કે તેમનાં વહાણો હજુ માલ લઈને પાછાં આવ્યાં ન હતાં. ઉઘરાણી જલ્દી પતે એમ ન હતી. શેઠની પ્રતિષ્ઠાનો સવાલ ઊભો થયો. શેઠ મૂંઝવણમાં પડ્યા. થોડીવાર વિચાર કર્યા પછી, અમદાવાદના એક પ્રતિષ્ઠિત શેઠ સોમચંદ ઉપ૨ તેમણે એક લાખ રૂપિયાની હૂંડી લખી. સોમચંદ શેઠને ત્યાં સવચંદ શેઠનું ખાતું ન હતું, એટલે હૂંડી લખતાં લખતાં હાથ ધ્રૂજવા લાગ્યા અને આખમાં આંસુ આવી ગયાં. આસુનાં બે ટીપાં હૂંડી પર પડી ગયાં. શેઠે, ગિરાસદારને બોલાવી હૂંડી આપી. ગિરાસદાર હૂંડી લઈને સોમચંદ શેઠને ત્યાં આવ્યો. સોમચંદ શેઠ બહારગામ ગયા હતા. મુનીમે હૂંડી લીધી અને સવચંદ શેઠનું ખાતું શોધવા લાગ્યા. પણ સવચંદ શેઠનું ખાતું હોય તો મળે ને ! મુનીમે ગિરાસદાર ને કહ્યું કે શેઠ આવે ત્યારે આવજો. ગિરાસદાર શંકામાં પડી ગયો. થોડા દિવસ પછી, પાછો આવ્યો, તે વખતે સોમચંદ શેઠ હાજર હતા. તેમણે લઈને ખાતાવહી
८
Page #35
--------------------------------------------------------------------------
________________
તપાસરાવી, પણ સવચંદ શેઠનું ખાતું ન હતું એટલે ક્યાંથી મળે ? દરમ્યાન, સોમચંદ શેઠની નજર, હૂંડી પર પડેલાં આંસુનાં ટીપાં પર ગઈ. હૂંડીના અક્ષરો પણ ધ્રુજતા હાથે લખાયેલા લાગ્યા. સોમચંદ શેઠ સમજી ગયા કે કોઈ મુસીબતમાં આવી પડેલા શેઠે હૂંડી લખી છે. સોમચંદ શેઠે હૂંડી સ્વીકારીને તે રકમ પોતાને ખાતે લખીને, ગિરાસદારને રોકડા રૂપિયા ગણી આપ્યા.
થોડા સમય પછી સવચંદ શેઠ વ્યાજ સહિત હૂંડીની રકમ લઈને, સોમચંદ શેઠને ત્યાં આપવા આવ્યા. તેમને આડતિયા સમજીને સોમચંદ શેઠે તેમની આગતા સ્વાગતા કરી. ભોજન કર્યા પછી, સવચંદ શેઠે હૂંડીની વાત કાઢી અને કહ્યું કે હૂંડીની રકમ વ્યાજ સાથે લઈને તે આપવા આવ્યા છે. આવી કોઈ હૂંડી સોમચંદ શેઠે સ્વીકારી હતી તેની શરૂઆતમાં ખ્યાલ પણ ન આવ્યો. સવચંદ શેઠે વિગતવાર હૂંડીની વાત કરી અને સોમચંદ શેઠે તેમની લાજ રાખી હતી તેથી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી. સોમચંદ શેઠ તો ઉદારતાના ભંડાર હતા. તેમણે કહ્યું કે સધર્મિકને સહાય કરવી તે તેમની ફરજ હતી. રૂપિયા તો જમા ખર્ચે નંખાઈ ગયા છે. એટલે હવે તે રકમ લેવાનો સવાલ ઊભો થતો નથી. સવચંદ શેઠ રૂપિયા પાછા આપવાના આગ્રહી હતા. સોમચંદ શેઠ રૂપિયા ન લેવા માટેના આગ્રહી હતા. રૂપિયાનું શું કરવું એ સવાલ ઊભો થયો ! બન્ને જૈનધર્મી હતા, એટલે છેવટે એવો નિર્ણય કરવામાં આવ્યો કે વ્યાજ સહિતની હૂંડીની રકમમાં બીજી રકમ ઉમેરીને, શ્રી શત્રુંજય તીર્થ ઉપર ઊંચામાં ઊંચા સ્થળે, મંદિર બંધાવવું. આમ, અહીં વિક્રમ સંવત ૧૬૭૫માં ચૌમુખજીનું મંદિર બંધાયું અને તેને સવચંદ શેઠ અને સોમચંદ શેઠના નામ ઉપરથી સવા-સોમની ટૂક નામ આપવામાં આવ્યું. તેના બહારના વિભાગનો ખરતરવસહી' નામથી ઉલ્લેખ કરવામાં આવે છે.
ખરતર શબ્દ “ખરતરગચ્છ' શબ્દ ઉપરથી આવેલો છે. શ્વેતાંબર જૈન વિરક્ત સાધુઓના એક સમૂહને “ખરતર' કહેવામાં આવે છે. અને તેના ઉપરથી જૈનોના એક વર્ગનો શ્વેતાંબર જૈન મૂર્તિપૂજક ખરતરગચ્છ' તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. વસહી એટલે વસાહત
s
છે
:
Page #36
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ બૌદ્ધ ભિક્ષુકો અને જૈન સાધુઓના પવિત્ર સ્થાનો.
આ ખરતર વસહીમાં જૈનોના સોળમા તીર્થંકર શાંતિનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિર સમ્રાટ અશોકના પૌત્ર શ્રી સંપ્રતિરાજાએ બંધાવ્યું હતું. અહીં ઋષભદેવની માતા મરૂદેવીનું બીજું નાનું મંદિર આવેલું છે. તે મંદિર ઘણું જૂનું છે. અહીં શ્રી શાંતિનાથજી, શ્રી મરૂદેવીમાતા સહિત બાર જીનમંદિરો છે.
આ ટૂંકની પાછળ પાંડવોનાં મંદિરો છે. તેમાં પાંચે પાડવો, માતા કુંતી અને સતી દ્રોપદીની મૂર્તિઓ છે. વળી આ ટૂકે ઉપર ભગવાન આદિનાથની માતા શ્રી મરૂદેવીમાતાનું મંદિર છે. તે ઘણું પ્રાચીન મંદિર છે.
ત્રીજી ટૂક, છીપા વસહીની ટૂક તરીકે ઓળખાય છે. આ ટૂક ઉપર વિક્રમ સંવત ૧૭૯૧માં છીપા યાને ભાવસાર ભાઈઓએ એક મંદિર બંધાવ્યું હતું. તેમાં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા છે.
અહીં ધ્યાન ખેંચતી બે ચમત્કારિક દેરીઓ છે. ભાવસાર ભાઈઓ છીપાઓનો ધંધો કરતા હતા તેથી આ છીપાવહીની ટૂક નામથી ઓળખાય છે.
ચોથી ટૂક, સાકર વસહીની ટૂક તરીકે જાણીતી છે. આ ટૂક ઉપર વિક્રમ સંવત ૧૮૯૩માં સાકર ચન્દ્ર પ્રેમચન્દ્ર નામના એક ધાર્મિક શ્રેષ્ઠીએ મંદિર બંધાવ્યું હતું. મંદિરમાં મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન છે. અહીં ચાર મુખ્ય મંદિરો અને એકવીસ દેરીઓ છે. તેમજ એકસો બોતેર આરસની અને પાંચ ધાતુની પ્રતિમાઓ છે.
પાંચમી ટૂકને નંદીશ્વર યાને ઉજમફોઇની ટૂક કહેવામાં આવે છે. આ ટૂંક ઉપર વિક્રમ સવંત ૧૮૯૩માં અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના ફોઇ શેઠાણી ઉજ્જબાઈ દ્વારા મંદિર બાંધવામાં આવ્યું હતું. અહીં ચાર જીનેશ્વર દેવોની ચતુર્મુખ પ્રતિમાઓ છે. મૂળ નાયક શ્રી ચંદ્રનન જીનેશ્વર દેવ છે. બીજા ત્રણ દેવ ૠષભાનન, વારિષેણ અને વર્ધમાન છે. આ
૧૦
Page #37
--------------------------------------------------------------------------
________________
ટૂકમાં નંદીશ્વરદ્વીપમાં બાવન જીનાલય મંદિર બાંધવામાં આવ્યું છે. આથી આ ટ્રક નંદીશ્વરદ્વીપની યા ઉજમફોઈની ટૂક તરીકે ઓળખાય છે.
છઠ્ઠી ટૂકને હેમ વસહી ટૂક કહે છે આ ટૂક ઉપર અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠના પ્રપૌત્ર શ્રી હેમાભાઈ એ વિક્રમ સંવત ૧૮૮૬માં મંદિર બંધાવ્યું હતું. મંદિરમાં મૂળ નાયક અજીતનાથ ભગવાન છે. આ ટ્રકના મંદિરોમાં ૩૨૦ આરસની અને ૮ ધાતુની પ્રતિમાઓ છે.
સાતમી ટૂકને પ્રેમ વસહી ટૂક કહે છે. આ ટૂક ઉપર વિક્રમ સંવત ૧૮૪૩માં અમદાવાદના શ્રીમંત વેપારી શ્રી પ્રેમચંદ લવજી દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમા છે. આ ટ્રકની પાસે શ્રી આદિશ્વર ભગવાનની એક ભવ્ય પ્રતિમા છે. તેને અદ્ભુત દાદા કે અદબદ દાદા તરીકે સંબોધવામાં આવે છે. આ મૂર્તિ અઢાર ૧૮ ફૂટ ઊંચી અને ૧૪ ૧/૨ ફૂટ પહોળી છે. તેને એક જ પહાડમાંથી કોતરેલી છે. આ મૂર્તિની પૂજા વર્ષમાં એકવાર થાય છે, ત્યારે પૂજા માટે નિસરણી મૂકવી પડે છે. આ ટ્રકની પાછળ એક રાયણનું વૃક્ષ છે, એમ કહેવાય છે કે આદિશ્વર ભગવાને અહીં તપશ્ચર્યા કરી હતી.
આઠમી ટૂકને બાલાવસહી ટૂક કહે છે. આ ટૂંક ઉપર વિક્રમ સંવત ૧૮૯૩માં શ્રી દીપચંદ કલ્યાણજી જે બાલાભાઈના હુલામણા નામે જાણીતા હતા, તેમના દ્વારા મંદિર બંધાવવામાં આવ્યું હતું. મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા છે. સાત મુખ્ય મંદિરો અને એકાવન દેરીઓ છે મુખ્ય મંદિર ઉપરાંત બીજ પાંચ મંદિરો છે. તેમાં વાસુપૂજ્ય સ્વામીનું મંદિર કપડવંજના નગર શેઠ મીઠાભાઈ ગુલાલચંદે બંધાવ્યું હતું. અહીં ૧૪૫ આરસની અને ૧૩૨ ધાતુની પ્રતિમાઓ છે.
મોતીશાની ટૂક : આ ટૂક ઉપર શેઠ મોતીશાહે મંદિરનું નિર્માણ કર્યું હતું. તેમાં, શ્રી મૂળનાયક આદીશ્વર ભગવાન છે. તેની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૮૯૩માં શેઠ મોતીશાના પુત્ર શ્રી ખીમચંદ શેઠ દ્વારા કરવામાં આવી હતી. શ્રી શત્રુંજય પર બંધાયેલી આ સૌથી મોટી ટૂક છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
આ ટ્રક ઉપર આવેલાં મુખ્ય મંદિરો ઉપરાંત સોળ મોટા મંદિરો અને એકસોને ત્રેવીસ દેરીઓ છે. અહીં ૨૭૨૨ આરસની પ્રતિમાઓ અને ૧૪૩ ધાતુની પ્રતિમાઓ છે તેમજ ચોવીસ તીર્થકરોના કુલ્લે મળી ૧૪૫ર ગણધરોનાં પગલાંની જોડ છે. આ ટૂક બાંધવાનો એક રોમાંચક ઈતિહાસ છે. મોતીશા શેઠને એક મોટી ટ્રક બંધાવવી હતી પણ તેના માટે જગા ન હતી. આથી તેમણે કરોડોના ખર્ચે, આજની ગણતરીએ અબજોના ખર્ચે કુનાસાર” નામની ખીણ પુરાવીને, તેના પર ટૂકની રચના કરી. એમ કહેવાય છે કે આ ટૂકની રચના પુરી કરતાં, સાત વર્ષ લાગ્યાં હતાં. તેમાં અગિયારસો સલાટો અને ત્રણ હજાર મજૂરોએ રાત દિવસ કામ કર્યું હતું.
પ્રતિષ્ઠા વખતે મોતીશા હયાત ન હતા. પણ તેમના પુત્ર ખીમચંદભાઈ સવા લાખ માણસોનો સંઘ લઈ પાલિતાણા આવ્યા હતા. અઢાર દિવસ સુધી પાલિતાણાની સમસ્ત વસતી સંઘમાં જમી હતી. જમણવાર પાછળ ત્યારે રોજનો ચાલીસ હજારનો ખર્ચ થતો હતો.
અહીં મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાનની પ્રતિમાનાં દર્શન કરતાં હોય તેવી શેઠ મોતીશા, તેમનાં પત્ની અને માતુશ્રીની મૂર્તિઓ છે.
મોતીશા શેઠની ટ્રકમાંથી બહાર નીકળ્યા પછી શ્રી શત્રુંજયના અધિષ્ઠાતા દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાન જેને યાત્રાળુઓ અને ભક્તો આદિનાથદાદા કહે છે અને જેમાં તે બિરાજે છે, તે ટૂંકમાં આવીએ છીએ.
આ દાદાની ટૂકના બે ભાગ છે. તેના પ્રથમ ભાગને "વિમલ વસહી” કહે છે. અને બીજા ભાગને હાથીપોળ કહે છે.
વિમલ વસહીમાં પેસતાં જ ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર આવે છે. તેની બાજુમાં નીચેના ભાગમાં શ્રી શત્રુંજય તીર્થની અધિષ્ઠાત્રી દેવી ચકેશ્વરી દેવીની દેરી છે.
બહારના ભાગમાં પદ્માવતી, નિર્વાણી, સરસ્વતી અને લક્ષ્મીદેવીની મૂર્તિઓ છે. બાજુની દેરીમાં વાઘેશ્વરી અને પદ્માવતી દેવીની મૂર્તિઓ છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
વિમલ વસહીની ડાબી બાજુએ લગભગ ચૌદ મંદિરો છે અને જમણી બાજુએ લગભગ પચ્ચીસ મંદિરો છે.
જૈનો આ સ્થળનો દાદાના દરબાર તરીકે ઉલ્લેખ કરે છે. તેમાં ચારે બાજુ મળીને ૧૯૭૨ દેરીઓ, ૨૯૧૩ આરસની પ્રતિમાઓ, ૧૩૧ ધાતુની પ્રતિમાઓ અને ૧૫00 પગલાંની જોડ આવેલી છે.
વિમલ વસહીના મંદિરોના સ્તંભો, દીવાલો, ઘૂમટો વગેરેમાં અનુપમ પ્રકારનું કોતરકામ છે. તે શિલ્પકામના ઉત્તમ નમૂનાઓ છે.
દાદાનું દેરાસર મૂળ જમીનથી બાવન હાથ ઊચું છે. આ દેરાસરના આગળના શિખરમાં ૧૨૪૫ કુંભનાં મંગલ ચિહ્નો છે. તેમાં ૨૧ સિંહના વિજ્યચિહ્નો છે. તેની ચારે દિશાએ ચાર યોગિની, દશ દિકપાલો તેનું રક્ષણ કરે છે. તેની ચારે તરફ દેવકુલિકાઓ અને દેરીઓ છે. મંદિરમાં ચોવીસ આરસપહાણના હાથીઓ અને બોતેર આધાર સ્તંભો છે શરૂઆતમાં મંદિરનું નામ “ત્રિભુવન પ્રસાદ” હતું. ખંભાતના તેજપાલ સોનીએ, વિક્રમ સંવત ૧૬૫૦માં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યા પછી તેનું નામ નંદીવર્ધન પ્રાસાદ' પાડવામાં આવ્યું હતું. તેજપાલ સોનીની ઉદારતા જોઇને લોકોએ તેને “કુબેર ભંડારી'નું બિરૂદ આપ્યું હતું. )
દાદાના દેરાસરની બાજુમાં જમણે અને ડાબે પડખે બે ભવ્ય જિનાલયો છે. જમણી બાજુનું મંદિર શ્રી સીમંધર સ્વામીનું છે. તે વસ્તુપાલ તેજપાલે બંધાવ્યું હતું. તેમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા છે. ડાબી બાજુના મંદિરમાં નવા આદીશ્વરની પ્રતિમા પધરાવેલી છે.
એવી કિંવદંતી છે કે તે પણ વસ્તુપાલ તેજપાલે બંધાવ્યું હતું. અહીં મંત્રીશ્વર વિમલશાહે બંધાવેલ મંદિરમાં નેમકુમારનાં જીવનનાં દ્રશ્યો, નેમનાથનાં કલ્યાણકો, નેમનાથની ચોરી વગેરે દ્રશ્યો છે.
અહીં મહારાજ સંપ્રતિ, કુમારપાળ, મંત્રીશ્વર વિમલશા, વસ્તુપાલ, તેજપાલ, મંત્રીશ્વર ઉદયનના પુત્ર વામ્ભટ્ટ, પેથડશા, તેજપાલ સોની અને સમરશાના મંદિરો આવેલાં છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
નવ ટૂકમાં દર્શન કરી પૂજા પછી છેલ્લે મોતીશા શેઠની ટૂકમાં થઈને, દાદાની ટૂકમાં સગાળ પોળ સુધી આવીએ છીએ. ત્યાં હનુમાન ધારની બાજુથી આગળ જતાં રામપોળ આવે છે. આ પછી આગળ જતાં વાઘણ પોળ આવે છે. અહીં પહેલાનાં વખતમાં એક વાઘણ હતી. આથી યાત્રાળુઓ આ રસ્તેથી જઈ શકતા નહિ, વીર વિક્રમશી નામના એક યુવાને વાધણ મારીને અને જાતે મરીને, યાત્રાનો આ રસ્તો, વાઘણથી નિર્ભય કર્યો હતો. તેની યાદગીરીમાં આ પોળ દરવાજાનું નામ વાઘણ પોળ પાડવામાં આવ્યું છે. વીર વિક્રમશીની શૂરવીરતાની પણ એક પ્રેરક કથા છે.
પાલિતાણામાં વીર વિક્રમશી નામે ભાવસાર જ્ઞાતિનો એક યુવાન તેના ભાઈ-ભાભીની સાથે રહેતો હતો.
એકવાર વીર વિક્રમશી કપડાં ધોઇને હાથમાં ધોકો અને કપડાં લઈને, બપોરના સમયે ઘરે આવ્યો. તેને ભૂખ લાગી હતી, પણ રસોઈ થઈ ન હતી. તેથી તેણે ભાભીને ગુસ્સામાં કહ્યું કે ‘તમે તો ઘરમાં હો છો અને બપોર થયા છતાં હજી રસોઈ પણ નથી કરી શકતાં ?' ભાભીને આથી ગુસ્સો આવ્યો અને વીર વિક્રમશીને કહ્યું કે હજી તો તમારા ભાઇ કમાય છે અને તમારે તો તાગડધિન્ના કરવા છે. બહુ બળિયા હો તો શ્રી શત્રુંજય ઉપ૨ વાઘને મારીને, યાત્રાળુઓનો માર્ગ ખુલ્લો કરાવો તો શૂરવીર જાણું ?, વીર વિક્રમશી પર આ ટાણાંની ઘણી અસર થઈ. ભાભીએ તેના મર્મસ્થળ પર પ્રહાર કર્યો હતો, તેના હાથમાં હતો તે ધોકો લઈને, પ્રતિજ્ઞા કરી ને તે નીકળી પડ્યો અને કહ્યું કે જ્યાં સુધી વાઘને ન મારું ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકું.
તળેટીમાં આવીને, મિત્રોની વિદાય લીધી અને જતાં જતાં કહેતો ગયો કે વાઘને મારીને ઘંટ વગાડું તો જાણજો કે વાઘને મારી નાખ્યો છે, નહિંતર મને મરી ગયેલો જાણજો.
વીર વિકમશીએ ઉપર જઈને, વાઘને ખોળી કાઢ્યો. ત્યારે તે સૂતો
૧૪
Page #41
--------------------------------------------------------------------------
________________
હતો. સૂતેલાને કેમ મરાય? એમ માનીને તેણે તેને જગાડ્યો. વાઘ જેવો ઊંચે જોવા જાય છે કે વીર વિક્રમશીએ તેના હાથમાં હતો તે ધોકાનો, એવો જોરદાર ફટકો માર્યો કે વાઘ તરફડિયાં ખાતો નીચે પડ્યો અને બેભાન થઈ ગયો. વિક્રમશી, વાઘને મરેલો જાણીને ઘંટ વગાડવા ગયો. જેવો ઘંટ વગાડવા જાય છે કે વાઘે પાછળથી આવીને, વિક્રમશી પર હુમલો કર્યો. આથી વિક્રમશીને મરણતોલ વાગ્યું અને તે નીચે ગબડી ગયો. વાઘની ખોપરી તૂટી ગઈ હતી એટલે વાઘ પણ મરણ પામ્યો. વાઘ મરી ગયો એટલે વિક્રમશીને ઘંટ વગાડવો હતો, પણ વિક્રમશીને ઊભા થવામાં મુશ્કેલી પડતી હતી. આમ છતાં, વિક્રમશીએ ઘા પર કપડાંની મજબૂત ગાંઠ બાંધી દીધી ને ઊભો થઈને, ઘંટની નજદીક જઈને જોરથી ઘંટ વગાડવા માંડ્યો. ઘંટનો અવાજ સાંભળીને લોકો ઉપર આવ્યા, પણ જુએ તો એક બાજુ મરેલો વાઘ પડેલો હતો અને બીજી બાજુ વિક્રમશીનો દેહ. પોતાના જીવનનો ભોગ આપીને, યાત્રાનો આ માર્ગ ખુલ્લો કરવા માટે લોકોએ અહીં લીમડાના ઝાડ નીચે, વિક્રમશીનો પાળિયો બનાવ્યો છે. તે પાળિયો આજે પણ હયાત છે. તે દિવસથી એ દરવાજાનું અને પોળનું નામ વાઘણ પોળ પડ્યું છે. પાંચ દરવાજામાં આ ત્રીજો દરવાજો છે. શિલ્પની. ભાષામાં તેને સિંહદ્વાર કહે છે. વળી આ વાઘણ પોળના દરવાજા પાસે, વાઘની અને વિક્રમશીની પત્થરની મૂર્તિઓ છે. વાઘણ પોળથી આગળ જતાં શાંતિનાથનું મંદિર આવે છે. ત્યાંથી આગળ જતાં હાથીપોળ આવે છે. અહીં બન્ને બાજુએ હાથીઓની મૂર્તિઓ છે તેથી તેને હાથીપોળ કહેવામાં આવે છે. ત્યાર પછી છેલ્લી અને પાંચમી પોળ જેને રતનપોળ કહે છે તે આવે છે. આ પોળની અંદર રત્ન જેવી કીમતી, તીર્થકરોની પ્રતિમાઓ છે. એટલે તેને રતનપોળ કહે છે. આ પાંચેય પોળોના દરવાજાઓનો, આણંદજી કલ્યાણજીની પેઢીએ જીર્ણોદ્ધાર કર્યો છે અને નવા દરવાજા બનાવ્યા છે.
આ પાંચેય દરવાજા વટાવ્યા પછી, આદીશ્વર પ્રભુનાં દર્શન થાય છે. ત્યાર બાદ, ત્રણ પ્રદક્ષિણાઓ કર્યા પછી રાયણ પગલાં આવે છે. તે પગલાંને સ્થાને શ્રી આદીશ્વર ભગવાન ઘેટીની પાળેથી ચઢીને પૂર્વ નવ્વાણું
sssssssssssssss
જ
Page #42
--------------------------------------------------------------------------
________________
વાર શ્રી શંત્રુજ્ય ગિરિ ઉપર આવ્યા હતા. ત્રણ પ્રદક્ષિણા પૂરી કર્યા પછી નવા આદીશ્વરનું મંદિર આવે છે. એમ કહેવાય છે કે કોઈ કારણથી આદીશ્વર ભગવાનની નાસિકા ખંડિત થઈ હતી. આથી જૈનોના સકલ સંઘે નવી મૂર્તિ પધરાવવાનો વિચાર કર્યો. એવી મૂર્તિ, સુરતના એક જિનમંદિરમાં મળી આવી. તે મૂર્તિને, સંઘ કાઢીને અહીં લાવવામાં આવી પણ અસલ મૂર્તિ ચલાયમાન ન થતાં, જૂની મૂર્તિને કાયમ રાખવી પડી. અને તેના ખંડિત ભાગને નાસિકા-લેપ દ્વારા અસલ હાલતમાં હતી તેવી બનાવી. સુરતથી લાવેલી નવી મૂર્તિને તો ક્યાંક પ્રસ્થાપિત કરવી જોઈએ એટલે આ દેરાસરમાં જગા કરી તેને પધરાવી,આથી તે નવા આદીશ્વર નામે ઓળખાય છે.
હનુમાન ઘારથી નવ ટૂકને રસ્તે જતાં ભીલડીનાં પગલાં આવે છે. ત્યાર બાદ ડાબા હાથે અંગારશા પીરની દરગાહ આવે છે.આ દરગાહ માટે જાત જાતની દંતકથાઓ અને માન્યતાઓ પ્રવર્તે છે.
એક દંતકથા એવી છે કે પહેલાંના જમાનામાં તીર્થની રક્ષા માટે પીરની કબર સ્થાપવામાં આવી હતી. બીજી દંતકથા એવી છે કે શાહબુદીન ઘોરીએ અહીં ચડાઈ કરી હતી.તેના એક થાનેદાર અંગારશાએ શ્રી આદીનાથ ભગવાનની પ્રતિમા પર હળ માર્યું તે સમયે, પ્રતિમામાંથી ભમરા ઊડ્યા. થાણેદાર જીવ બચાવવા દોડ્યો પણ અંતે ડોળીવાળાના ચોક પાસે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને તે ઝંડ થયો અને યાત્રાળુઓને ઉપદ્રવ કરવા લાગ્યો. એક આચાર્ય મહારાજે તેને પ્રત્યક્ષ કરીને સાધ્યો. ઝંડે કહ્યું કે તેની કબર કરવામાં આવશે તો તે ઉપદ્રવ નહિ કરે. આમ, તેની કબર બનાવવામાં આવી અને ઉપદ્રવ મટી ગયો
બીજો એવો મત પણ છે કે જૈનો અહીંસક હોઈને, અહીં પીરની કબર બનાવીને મુસ્લિમોના હુમલાઓને દૂર કર્યા. શ્રી શત્રુંજય તીર્થ ઉપર તીર્થાધિપતિ આદીશ્વર ભગવાન છે, એટલે યાત્રાળુઓ મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરે છે.
એમાં પહેલી પ્રદક્ષિણા આદીશ્વર ભગવાનનાં દર્શન કરીને ડાબા
Page #43
--------------------------------------------------------------------------
________________
હાથના દરવાજેથી બહાર નીકળીએ ત્યાંથી શરૂ થાય છે. બહાર નીકળતાં બરાબર સામે જ સહસ્ત્ર ફૂટનું એક હજાર ચોવીસ પ્રતિમાઓનું મંદિર આવે છે. ત્યાંથી આગળ ચાલતાં અને પ્રદક્ષિણા કરતાં રાયણ પગલાં અને બીજા પગલાંઓનાં દર્શન થાય છે. રાયણ પગલાંની નજદીક દીવાલમાં સર્પ અને મોરની મૂર્તિઓ છે. રાયણ પગલાંની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. તેનાં દર્શન કરી આગળ ચાલતાં ચોવીસ તીર્થકરોના કુલ મળી ચૌદસોને બાવન ગણધરનાં પગલાંનું દેરાસર આવે છે. ત્યાંથી સીમંધર સ્વામીના દેરાસરમાં જઈએ એટલે પહેલી પ્રદક્ષિણા પૂરી થાય છે.
સીમંધર સ્વામીના દેરાસર સામે આદીશ્વરનું નવું દેરાસર છે. ત્યાંથી બીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. આ દેરાસર વસ્તુપાલ-તેજપાલે બંધાવ્યું હતું. આ દેરાસર “નવા આદીશ્વરનું દેરાસર” એ નામે ઓળખાય છે.
અહીંથી આગળ જતાં પગલાંની દેરીઓ આવે છે. અને બાજુમાં પાછળ મેરુ છે ત્યાં જઈએ છીએ. ત્યાંથી આગળ જતાં તીર્થકરોના વરઘોડાના સામાન રથ વગેરે મૂકવાની ઓરડી આવે છે. તેની નીચે ઉતરી સમવસરણના દેરાસર આગળ આવીએ છીએ. તેની જોડે સમેતશિખરજીનું દેરાસર છે. તેની બાજુમાં પ્રક્ષાલનાં પાણી માટેનું પાણીનું ટાંકું આવેલું છે. ત્યાંથી બહાર આવીએ એટલે શ્રી આદીશ્વર ભગવાનના પગલાં આવે છે. ત્યાંથી આગળ જતાં ૧૪૫ર ગણધરનાં પગલાંની ઉપર જવા માટે, એક પત્થરની નિસરણી આવે છે. તેના દ્વારા ઉપર જઈને મોટા દેરાસરમાં દર્શન કરી, સીમંધર સ્વામીના મંદિરમાં પ્રસ્થાપિત કરેલી, ચૌમુખજીની પ્રતિમાનાં દર્શન કરી નીચે ઊતરતાં સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિમા આવે છે. અહીં બીજી પ્રદક્ષિણા પૂરી થાય
આ પછી ગંધારિયાના દેરાસરની બાજુમાંથી આગળ જઈએ એટલે પાંચ ભાઈઓએ બંધાવેલ દેરાસર આવે છે. ત્યાંથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
આ મંદિરમાં પાંચ પ્રતિમાઓ પધરાવેલ છે. તેથી પાંચ ભાઈઓના મંદિર તરીકે ઓળખાય છે. ત્યાંથી આગળ જતાં પુંડરિક સ્વામીના દેરાસરની બાજુની ભીંતે મંદિર આવે છે. આગળ જતાં, દાગીના મૂકવાની તિજોરીની રૂમ અને નેમિનાથ ભગવાનની મૂર્તિ આવે છે. અને પછી રથ મૂકવાના ઓરડાની બાજુમાં દેરાસર આવે છે. ત્યાંથી વીસ વિહરમાન પ્રભુના મંદિરમાં જવાય છે. આ મંદિરમાં વીસ વિહરમાન અર્થાત્ આવતી ચોવીસીના વીસ તીર્થંકરોના આત્માઓ અને રંગમંડપમાં ચોવીસ પ્રભુજીની મૂર્તિઓ છે. ત્યાંથી આગળ જતાં અષ્ટાપદજીનું દેરાસર આવે છે, જેમા ચત્તારી, અન્ન, દસ, દોય અર્થાત્ ૪,૮,૧૦, અને ૨ એમ કુલ મળીને, ચોવીસે તીર્થંકરોની પ્રતિમાઓ છે.અહીં ઉપરના ભાગમાં લંકાનો રાજા રાવણ અને તેની રાણી મંદોદરીને નૃત્ય કરતાં, સૂર્યોનાં કિરણોને પકડીને ઉપર ચડતાં મહાવીર સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી અને પગથિયાંમાં કાયાનું કષ્ટ કરતા પંદરસો (૧૫૦૦) તાપસોને બતાવ્યા છે. આગળ જતાં રાયણ વૃક્ષ આવે છે. તેની પાસે થઈને, બહાર નીકળતાં રાયણ પગલાંની આરસની બનાવેલી દેરી અને આદીશ્વર ભગવાનનાં ચાંદીથી મઢેલાં પગલાંની જોડી આવે છે. શ્રી આદીશ્વર ભગવાન અહીં ઘેટીની પાગથી પૂર્વ નવ્વાણુ વાર યાત્રા કરી અહીં રાયણવૃક્ષની નીચે સ્થિર થતા, તેથી તેમની કાયમની સ્મૃતિ માટે રાયણવૃક્ષની નીચે આદીશ્વર ભગવાનનાં પગલાં સ્થાપન કરવામાં આવ્યાં છે.
આગળ ચાલતાં ભગવાનનું નવણ અર્થાત્ અભિષેકનું પાણી નાખવાની એક નાની બારી આવે છે. તે પછી, એક ઓરડીમાં ભરત, બાહુબલિ અને નમિ-વિનમિની મૂર્તિઓ આવે છે. ત્યાંથી આગળ જતાં શ્રી શત્રુંજયના મંદિરનો ઉદ્ધાર કરનાર સમરાશા અને તેમની પત્નીની ઊભી મૂર્તિઓ આવે છે. ત્યાર બાદ એક ચૌદ રત્નનું દેરાસર આવે છે. અહીં ચૌદ પ્રતિમાઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાઓને રતનની ઉપમા આપવામાં આવી છે. આથી તેને ચૌદ રતનનું દેરાસર કહેવામાં આવે છે. ત્યાંથી એક રસ્તો બનાવ્યો છે. જે રસ્તા દ્વારા
૧૮
Page #45
--------------------------------------------------------------------------
________________
અંદર આવેલ એક નવી ટૂકમાં જવાય છે. આ નવી ટૂકના મધ્યભાગમાં એક શિખરબદ્ધ મંદિરમાં પાંચસો દેરીઓ બનાવી તેમાં પાંચસો પ્રતિમાઓને પધરાવવામાં આવી છે. અહીંથી આગળ જતાં એક ગોખલો આવે છે, જેમાં ચોવીસ તીર્થંકરોની માતાઓએ તેમના પુત્રને ખોળામાં લીધેલ હોય તેવાં સુંદર દ્રશ્યો કોતરવામાં આવેલ છે. ત્યાંથી આગળજતાં ગંધારિયાનું દેરાસર આવે છે. જેમાં ચૌમુખજીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવેલી છે.અહીંથી આગળ વધીને શ્રી પુંડરિક સ્વામીના મંદિરમાં જવાય છે. શ્રી પુંડરિક સ્વામીના ગભારામાં અને આજુબાજુના બે ઓરડામાં અને મંડપના બે ઓરડામાં ઘણી પ્રતિમાઓ છે. આમ અહીં ત્રીજી પ્રદક્ષિણા પૂરી થાય છે.
યાત્રાળુઓ આમ ત્રણ પ્રદક્ષિણા પુરી કરી, પ્રાથમિક ભાગની યાત્રા કર્યાનો સંતોષ અગર જૈનધર્મની પરિભાષામાં કહીએ તો યાત્રાનું પુણ્ય મેળવે છે.
જૈન ધર્મીઓ એમ માને છે કે યાત્રાનું પૂરેપુરૂં ફળ મેળવવું હોય તો ત્રણ પ્રદક્ષિણાઓની સાથે એક યાત્રા દીઠ પાંચ ચૈત્યવંદનો કરવા જોઇએ, અને પગપાળા દોઢ ગાઉની, છ ગાઉની અગર બાર ગાઉની પ્રદક્ષિણા કરવી જોઇએ. આ ત્રણે પ્રદક્ષિણાઓ આદીશ્વરદાદાની ટૂકને મધ્યમાં રાખીને કરવાની હોય છે.
અગાઉ ઘણા યાત્રાળુઓ ત્રણ ગાઉની યાત્રા કરતા હતા, પણ તે ઘણી કઠિન હોવાથી હાલ તે યાત્રા કોઇ કરતા નથી. ત્યાં સુધી રસ્તો કે પગદંડી પણ નથી.
આજે દોઢ ગાઉની, છ ગાઉની અને બાર ગાઉની પ્રદક્ષિણા તો ઘણા યાત્રાળુઓ કરેછે.
અહીં હજારો જૈન ચાતુર્માસ કરવા આવે છે. તપનો મહિમા જૈનધર્મમાં એટલો બધો છે કે ઉપવાસ, આયંબિલ, ઈક્કાસણાં બેસણાં
૧૯
Page #46
--------------------------------------------------------------------------
________________
વગેરે તપસ્યા કરનાર હજારો યાત્રાળુઓથી પાલિતાણા અને શત્રુંજય તીર્થ ભરેલું હોય છે. નવાણું યાત્રાઓ કરનાર આચાર્યો, સાધુ-સાધ્વીઓ તેમજ શ્રાવક-શ્રાવિકાઓથી પણ પાલિતાણા અને શત્રુંજય સતત ભરચક રહે છે.
જૈનધર્મમાં આસ્થા અને શ્રદ્ધા રાખનાર ઘરડાં અને શરીરથી દુર્બળ યાત્રાળુઓ પણ પગપાળા યાત્રા કરતાં જોવા મળે છે.
શ્રી શત્રુંજય તીર્થના સત્તર વાર મોટા ઉદ્ધારો થયા છે, તેમ જૈન પુસ્તકોમાં જણાવાયું છે, પ્રથમ ઉદ્ધાર શ્રી આદીશ્વર ભગવાનના પ્રથમ પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ કરાવ્યો હતો. ભરતરાજા પછી તેમની આઠમી પેઢીએ, દંડવીર્ય રાજા થયો. તેણે શ્રી શત્રુંજય તીર્થનો બીજો ઉદ્ધાર કરાવ્યો હતો. ત્યાર બાદ તેના ઉદ્ધારો થતા ગયા, પણ જૈનોના બાવીસમા તીર્થંકર નેમનાથ ભગવાનના સમયમાં પાંડવોએ આ તીર્થનો બારમો ઉદ્ધાર કરાવ્યો હતો તેવો ઉલ્લેખ છે. તે સમયે તેમણે કાષ્ટ યાને લાકડાનું એક મંદિર બનાવરાવ્યું હતું. તેમજ લેપ્યમય (યાને સુખડના લેપવાળી) પ્રતિમા બનાવી હતી. ત્યારબાદ શ્રી જાવડશા નામના શેઠે તેનો તેરમો ઉદ્ધાર કરાવ્યો હતો. તે પછી વિક્રમ સંવત ૧૨૧૩માં વામ્ભટ્ટ મંત્રીએ ચૌદમો ઉદ્ધાર કરાવ્યો હતો. વિક્રમ સંવત ૧૩૧૭માં ઓસવાલ વંશના શ્રી સમરશાહે પંદરમો ઉદ્ધાર કરાવ્યો હતો. શ્રી જાવડશાથી સમરશાએ કરેલા ઉદ્ધારના ગાળા દરમ્યાન ઘણી કોમના ભક્તો સંઘો કાઢીને સંઘપતિ થયા હતા. તેમાં ભાવસારો, ક્ષત્રિયો, બ્રાહ્મણો, કણબી પટેલો, લેઉઆ પટેલો, કંસારાઓ અને મહેતર યાને હરિજનોનો સમાવેશ થાય છે. આ ઉલ્લેખ સૂચવે છે કે જૈનધર્મમાં ઉદાર અને વિશાળ દ્રષ્ટિ હતી, અને દરેક કોમની વ્યક્તિઓ જૈનધર્મને અપનાવતી હતી.
શ્રી શત્રુંજય તીર્થનો તેરમો ઉદ્ધાર વિક્રમ સંવત ૧૦૮ની સાલમાં શ્રેષ્ઠી શ્રી જાવડશાએ કરાવ્યાનો ઉલ્લેખ શ્રી ઘનશ્વર મુનિએ લખેલ “શ્રી શત્રુંજય મહાભ્ય' નામક સંસ્કૃત ગ્રંથમાં કરવામાં આવ્યો છે. ઐતિહાસિકયુગનો આ
Page #47
--------------------------------------------------------------------------
________________
પહેલોઉદ્ધારહતો.
આ ઉદ્ધાર કરનાર જાવડશા શેઠની પણ એક દિલચશ્પ કથા છે. તેમના પિતાનું નામ ભાવડશા હતું અને માતાનું નામ ભાવલા, પિતાની પાસે અઢળક ધન હતું. વ્યાપારમાં જેટલા નિપૂણ તેટલા જ ધર્મપરાયણ હતા. માતા પણ શીલવતી અને ધાર્મિક વૃત્તિની હતી. સમય બદલાયો અને પિતા લગભગ નિર્ધન જેવા બની ગયા, પણ ધર્મસાધનામાં અચળ
રહ્યા.
એક દિવસ બે મુનિવરો ઘરે વહોરવા આવ્યા. માતાએ ભાવપૂર્વક ગોચરી વહોરાવી અને પછી પોતાના દુઃખની કથા કહી. તેમના સારા દિવસો ક્યારે આવશે તે મુનિવરોને પૂછ્યું. મુનિવરો ભવિષ્યના જાણકાર હતા, પણ આવા સવાલના જવાબ આપવા તેમના માટે યોગ્ય નહિ એમ માની મુનિવરોએ થોડો સંકોચ અનુભવ્યો પણ પછી કહ્યું કે તમારા કુટુંબ દ્વારા ભવિષ્યમાં શાસનનો ઉદ્ધાર થવાનો છે. એટલે તમારા પ્રશ્નનો જવાબ આપીએ છીએ. આજે કોઇ ઘોડી વેચવા આવશે તેને ખરીદી લેજો. એના પગલાંથી ધનની પ્રાપ્તિ થશે.
તે દિવસે બન્યું પણ એમ જ. કોઇ જણ ઘોડી વેચવા આવ્યો. ભાવડશાએ ઘોડી ખરીદી લીધી. થોડા સમય બાદ ઘોડીએ એક વછેરાને જન્મ આપ્યો. વછેરો ઉત્તમ લક્ષણવાળો હતો. તે ત્રણ વર્ષનો થયો ત્યારે રાજાએ તેને ત્રણ લાખ રૂપિયા આપી ખરીદી લીધો. ભાવડશા ઘોડાના પારખુ હતા એટલે ઘોડાના સોદાગર બન્યા. ઉત્તમ કોટિના ઘણા અશ્વો કેળવ્યા.
ત્યારે પરદુઃખભંજન વીર વિક્રમ રાજા ગાદીએ હતા અને તેમને ઉત્તમ કોટિના અશ્વો વસાવવાનો શોખ હતો, ભાવડશાએ પોતાના ઉત્તમ કોટિના ઘોડા વીર વિક્રમને ભેટ આપ્યા. રાજા વિક્રમે તેનું મૂલ્ય લેવાનું કહ્યું. પણ ભાવડશાએ તેનું મૂલ્ય ન સ્વીકારતાં કહ્યું કે ‘આપ દેશના રક્ષક છો, પ્રજાનું ભલું કરનારા છો. આપના કાર્યમાં આ મારી નમ્ર ભેટ છે. તે સ્વીકારી મને ઉપકૃત કરો.' રાજાએ ભેટ સ્વીકારી પણ ટૂંક સમયમાં રાજાએ ભાવડશાને બોલાવી તેનું બહુમાન કર્યું અને શત્રુંજયની નજદીક
૨૧
Page #48
--------------------------------------------------------------------------
________________
મધુમતી હાલનું મહુવા અને આસપાસનાં બાર ગામો ભેટ આપી ભાવડશાને રાજવીપણું અર્પણ કર્યું.
સમય જતાં ભાવડશાને ત્યાં લક્ષણવંતા પુત્રનો જન્મ થયો. તેનું નામ જાવડશા રાખ્યું. જાવડશાના પણ દિવસો ખરાબ આવ્યા અને સૌરાષ્ટ્ર નજદીકના મ્લેચ્છો સાથેના યુદ્ધમાં, તેમને અને તેમની પત્નીને, પકડીને કેદમાં પૂરવામાં આવ્યાં.
મ્લેચ્છનો બાદશાહ એક દિવસ મુશ્કેલીમાં આવ્યો. જાવડશાની સલાહથી મુશ્કેલીમાંથી ઉગરી ગયો. આથી બાદશાહે જાવડશાને જે કંઈ જોઇએ તે માગી લેવાનું કહી ને મુક્ત કર્યો. જાવડશાએ કંઈ ન માગ્યું. જાવડશાને તો પોતાને વતન પાછા જઈને શ્રી શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરવો હતો, એટલે પોતાને વતન પાછા જવાની માંગણી કરી. બાદશાહ શાણો હતો. તેણે જાવડશાને વતન જવાની મંજૂરી આપી અને તેમની સંપત્તિ પાછી સોંપી.
જાવડશાએ વતન આવીને અઢળક ધન ખર્ચીને શ્રી શત્રુંજયનો તેરમી વાર ઉદ્ધાર કર્યો.
કર્નલ જેમ્સ ટોડે તેમના ‘Travels in Western India' "ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા” નામના પુસ્તકમાં આ ઉદ્વાર વિક્રમાદિત્ય પછી સો વર્ષે થયાનો ઉલ્લેખ કર્યો છે. વળી તેમણે એવો ઉલ્લેખ પણ કર્યો છે કે જાવડશા કાશ્મીરના વેપારી હતા.
જાવડશાહે આ તીર્થનો તેરમો ઉદ્ધાર વિક્રમ સંવત ૧૦૮માં કરાવ્યો. ત્યાર પછી લગભગ અગિયારસો વર્ષ બાદ તેનો ચૌદમો ઉદ્ધાર વિક્રમ સંવત ૧૨૧૧ની સાલમાં મંત્રીશ્વર ઉદયનના પુત્ર બાહડ મંત્રીએ કરાવ્યાનો ઐતિહાસિક પુરાવો મળે છે.
આ ચૌદમા ઉદ્ધાર વખતે બાહડ મંત્રીએ અસલ લાકડામાં બનાવેલ મંદિરનું પાષાણમાં રૂપાંતર કર્યું. ત્યારથી મંદિરમાં વિવિધ પ્રકારનાં વિકાસનાં પગરણમંડાયાં.
૨૨
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજય તીર્થનાં એકવીસ અને એકસો આઠ જુદાં જુદાં નામો મળી આવે છે. તેમાંનાં કેટલાંક નામોનાં કારણો મળી આવે છે. અને કેટલાક નામોનાં કારણો નથી મળતાં. વળી એક ઉલ્લેખ મુજબ શત્રુંજયના એક હજારને આઠ નામો મળી આવે છે.
શ્રી શુકરાજાની કથામાંથી, વીરવિજય કૃત નવ્વાણું પ્રકા૨ી પૂજામાંથી અને એક સંગ્રહ કરેલા પુસ્તકમાંથી એકસો આઠ નામો મળી આવે છે. જો કે આ ત્રણેય, નામોનાં ઉગમ સ્થાનો સમા પુસ્તકોમાંથી મળેલા નામોમાં કેટલાંક નામોમાં ફરક છે. આ તીર્થક્ષેત્રનાં એકવીસ નામો તો ઘણાં ઉગમ સ્થાનોમાંથી મળી આવે છે. આ જુદાં જુદાં ઉગમ સ્થાનમાંથી મળેલાં એકવીસ નામોમાં પણ કોઇ કંઇ નામોમાં ફરક છે.
આ એકવીસ પ્રચલિત નામો નીચે મુજબ છે ઃ
(૨)મુક્તિનિલયગિરિ (૩) શત્રુંજય ગિરિ (૪) સિદ્ધક્ષેત્ર (૫) પુંડરિકગિરિ (૬) સિદ્ધશેખર
(૭) સિદ્ધપર્વત (૮) સિદ્ધરાજ
(૯) બાહુબલી
(૧૦) મસદેવિગિર
(૧૧) ભગીરથ
(૧૨) સહસ્ત્ર પત્ર
(૧૩) શતાવર્ત ગિરિ
(૧૪) અષ્ટોત્તર શતકૂટ
(૧૫) નગાધિરાજ
(૧૬) સહસ્ત્ર કમલ
(૧૭) ઠંકરિ
(૧૮) કોડિ નિવાસ
(૧૯) લૌહિત્ય ગિરિ (૨૦) તાલધ્વજગિરિ
(૨૧) કંદભિગિર
આ એકવીસે નામોની ઉત્પત્તિ વિશે જુદી જુદી કથાઓ છે. એમાં શત્રુંજય નામ શુકરાજાની કથા ઉપરથી પાડવામાં આવ્યું છે. એમાં શત્રુ ઉપરના વિજયના કા૨ણે આ ક્ષેત્રનું નામ, શત્રુંજય પાડવામાં આવ્યું હતું તેવો ઉલ્લેખ છે. ઈ.સ.ની બારમી સદીમાં કુમારપાળના મંત્રી ઉદયનના પુત્ર વાગ્ભટ્ટે, શત્રુંજયની તળેટીમાં કુમારપાળની યાદગીરીમાં ‘કુમારપુર' નગર વસાવીને ત્યાં જૈનોના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું ‘ત્રિભુવન
૨૩
(૧) વિમલગિરિ
Page #50
--------------------------------------------------------------------------
________________
વિહાર' બંધાવ્યું હતું. વસ્તુપાલનાં પત્ની શ્રીમતી લલિતાદેવીએ, ઘણા જાણીતા અને કુશળ સલાટોને બોલાવીને પોતાના પતિની સ્મૃતિમાં ચાર દરવાજાથી યુક્ત એક સરોવર બંધાવ્યું હતું, અને તે સરોવરની પાળ ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું એક વિશાળ મંદિર બંધાવ્યું હતું. આને અનુસરીને વસ્તુપાલના નાના ભાઈ તેજપાલની પત્ની અનુપમાદેવીએ, શત્રુંજય ઉપર એક સરોવર ખોદાવ્યું હતું. પાછળથી તે કુતાસર નામે જાણીતું થયું હતું, આ સરોવરની પાળે વસ્તુપાળની અગ્નિદાહ ભૂમિ પર તેમના નાના ભાઈ તેજપાળે સ્વર્ગારોહણ પ્રાસાદ બંધાવીને તેમાં ઋષભદેવની પ્રતિમાની સ્થાપના કરી હતી.
જૈન ધર્મીઓમાં તીર્થનું મહત્ત્વ
બધા જ ધર્મોમાં તીર્થોનું ઘણું મહત્ત્વ હોય છે. કારણકે તીર્થભૂમિ અને તીર્થયાત્રા માનવજીવન અને સમાજના ઘડતરમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ જૈનધર્મમાં એનું ખાસ વિશિષ્ટ સ્થાન છે. જૈન ધર્મના સ્થાપકો યાને પ્રવર્તકોનો તીર્થકરો તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તીર્થ એટલે પવિત્ર યાત્રાનું સ્થાન અને તીર્થકરો એટલે તીર્થને કરનાર. આમ તીર્થંકરનો શબ્દાર્થ જ પવિત્ર યાત્રાનું સ્થાન કરનાર એમ થઈ શકે. સંસ્કૃત ભાષામાં એક વાક્ય છે કે "તીર્થ કરોતિ ઈતિ તીર્થકર” અર્થાત્ તીર્થને કરનાર તે તીર્થંકર. પણ જૈનધર્મની પરિભાષામાં જૈનો તેમના ચોવીસ ભગવાનનો તીર્થકર. શબ્દથી ઉલ્લેખ કરે છે. તીર્થકરો તેમના ઉપદેશો યાને ધર્મદશના "નમો હિન્દુસ્સ” અર્થાત્ તીર્થને નમસ્કાર એ પદનું ઉચ્ચારણ કરીને કરતા હતા. આ તીર્થ એટલે માત્ર સ્થાવર યાને મંદિરો યા . દેરાસરો જ નહિ પણ ચેતન યાને ભારતીર્થ. આથી જ જૈનધર્મ, સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકઓના ચતુર્વિધ સંઘને તીર્થ જેટલી પ્રતિષ્ઠા આપી તેને નમસ્કાર કરે છે.
નીતિ શાસ્ત્રકારોએ કહ્યું કે સાધુ-સંતોનું દર્શન પુણ્યકારક છે, કેમ કે સાધુ સંતો એ “તીર્થ સ્વરૂપ છે." ભગવાન પતંજલિએ પાતંજલ સૂત્ર”માં લખ્યું છે કે" ક્ષણમપિ સજ્જન સંગતિરેફા ભવતિ ભવાર્ણવતરણે નૌકા
Page #51
--------------------------------------------------------------------------
________________
સાધુ પુરુષનો એક ક્ષણનો પણ સહવાસ આ ભવસાગર તરી જવાની નૌકા સમાન થઈ પડે છે.
આ નીતિ શાસ્ત્રકારોનો ઉલ્લેખ જૈનધર્મની તીર્થભાવનાને અનુમોદન અને પુષ્ટિ આપે છે.
જૈનધર્મની આ તીર્થની ભાવનામાં માનવ જીવન શ્રેષ્ઠ છે, તે ભાવ પણ સમાયેલો છે. કારણ કે જૈનધર્મની દ્રષ્ટિએ માનવ ભવમાં જ, આત્મા તીર્થંકર થઈ શકે છે, અને ભવાટવિમાંથી મોક્ષે જઈ શકે છે.
જૈનધર્મમાં તીર્થની વ્યાખ્યા પણ ઘણી વિશાળ અને વિસ્તૃત છે.
તિજજઈ જું તેળ તહિં, તઓ ચ તિત્વ
આ જીવન-મરણના બંધનમાંથી તારે તે તીર્થ. આમ જૈનધર્મે તીર્થને ઘણું મહત્ત્વ આપ્યું છે. એ એક કારણ છે કે જૈનોની વસતી પ્રમાણમાં ઓછી હોવા છતાં તેમના મંદિરોની સંખ્યા ઘણી વધારે છે. અને શત્રુંજય જેવા તીર્થ ઉ૫૨ ધણી જ વિપુલ સંખ્યામાં મંદિરો છે.
શ્રી શત્રુંજય તીર્થ ઉપર દેશ અને પરદેશના વિદ્વાનોએ ઘણી પ્રશંસા કરી યશોગાન ગાયાં છે અને ભાવાંજલિ અર્પી છે, જેમાં ગુજરાતના બે વિખ્યાત કવિઓ, કવિ ન્હાનાલાલ અને બોટાદકર, જેમ્સ ફરગ્યુસન, જેમ્સ ટોડ, જેમ્સ બ‰સ, હેનરી કઝીન્સ, એલેક્ઝાંડર ફાર્બસ વગેરેનાં નામો ગણાવી શકાય.
કવિ ન્હાનાલાલે તો તેમની કાવ્યમય ભાષામાં ભગવાન ૠષભદેવને શ્રી શત્રુંજયના પ્રથમ યાત્રિ કલ્પી, શ્રી શત્રુંજયનું અને ભગવાન શ્રી ઋષભદેવનું પાલીતાણામાં આપેલા એક ભાષણમાં જે વર્ણન કર્યું છે તે શ્રી શત્રુંજય તીર્થને ઉત્કૃષ્ટ કોટિમાં મૂકે છે.
"આગલી સન્ધ્યાએ તળેટીની એક વૃક્ષછાયામાં આ ભૂમિની મહેમાની માણેલો એક અતિથિ, કીડીને વેગે પણ સિંહના આત્મનિષ્ઠ પગલે, આ ગિરિરાજની કેડીએ ચડે છે - જાણે ફૂંકી ફૂંકીને પગલાં ભરતો ન હોય.
૨૫
Page #52
--------------------------------------------------------------------------
________________
તેજની પાંખો જેવું એનું પીળું તેજસ વસ્ત્ર છે, પદ્મપાંખડી સમા એના અડવાણા પાય છે, દેહના ને આત્માના આધાર સમો એનો ધર્મદંડ છે, ધર્મના અરીસા સામે એનો મુખચંદ્ર છે. એનો દેહ આત્મનિષ્ઠ છે, આત્મા દેહનિષ્ઠ છે. ઊંચે ને ઊંચે એનો પ્રયાણમાર્ગ છે - જાણે આભને આરે જઈને ઊભશે કે શું ? કાલે સાયંકાળે એ તળેટીનો અતિથિ હતો; આજે મધ્યાહ્ને શિખરનો મહેમાન થશે. સિધ્ધાચળે હડી, તપશ્ચર્યા કરી, પછી તો અનેક સિદ્ધો સિદ્ધિને પામેલા છે. આ સાધુ હતા સિદ્ધાચળે ડનારા તપશ્ચર્યાર્થી પ્રથમ સિદ્ધ. એમની પગલી પગલીએ સિદ્ધાચળ પવિત્ર થતો કે સિદ્ધાચળને સ્પર્શે સ્પર્શે એ પાવન થતા એ પણ ત્યહારે તો ઉકેલવાનો એક ધર્મ કોયડો હતો. એ સાધુવર કાંઈક શોધતા હતા....
“દિશાઓને શોધતા શોધતા તે અડતા હતા. પર્વતની પ્રથમ ઘાટીએ અડી રહ્યા.” હાથીના કુંભસ્થળ શી બીજી ઘાટી એમણે અડવા માંડી. સિદ્ધાચળને શિખરે ત્યહારે ન હતા મન્દિર કે મુગટ, ત્યહારે ન હતા ધૂપ કે કેસર-ચંદનના સુગન્ધ, ગિરિરાજ સ્વયં કુદરતનું મહામન્દિર હતું. તરુવરો મુગટ હતા, ગિરિફૂલડાં અને ગિરિઔષધિઓ ઢોળતા'તાં ધૂપકેસરના સુગન્ધ. એ હડતા જાય, ને વાતાવરણ નિર્મળું ને પારદર્શક થતું જાય. આદીશ્વર ભગવાનનું આ જ મંદિર છે. એ શિખરની ધારે જઈને સાધુવર
GELL....
”....બે હજાર પગલાંની ઊંચાઈઓથી એ સાધુવરે પશ્ચિમ દિશામાં દ્રષ્ટિ પરોવી. પ્રથમ તો એમણે દીઠી પગલાં નીચે ઢોળાતી, રૂપાની રેલ સમી, શત્રુંજય ગિરિરાજની ભગની શત્રુંજય નદી. ચોકની ડુંગરીઓમાંથી નીસરી તાલધ્વજી તળાજિયા ડુંગરની પ્રદક્ષિણાએ જતી હતી.... એમણે વીતેલાં વર્ષોને જોયાં, સૈકાઓને જોયા, યુગપલટા જોયા, યુગયુગાન્તરને જોયા, મન્વન્તરને જોયા, અને સૌની પાછળ સૃજન-પ્રલયની મહાલીલાને જોઈ. સિદ્ધાચળને શિખરે શિખરે ઊભેલા એ સાધુવરની આંખડીમાં વિરાટ આવીને ઊભો. અનંતાકાળ એમને અણુ-પરમાણુ થઈ રહ્યો. જન્મ-મરણની ભવભૂલભૂલામણી એમને રાજમાર્ગ સમી ભાસી.
૨૬
Page #53
--------------------------------------------------------------------------
________________
નિર્વાણ' “મહાનિર્વાણ' પોકારતા સાધુવરે એ યુગયુગાન્સરના દર્શનને દંડવત્ પ્રણામ કીધા. આભના દરવાજા એમને ઉઘડી ગયા.
"સજ્જનો! સિદ્ધાચળના એ પ્રથમ સિદ્ધદેવ ઋષભદેવજી.
"એમણે પ્રથમ કીધું એ યુગયુગાન્તરનું દર્શન. તે પછી અનેક સાધુવરોએ કીધું છે, અને સિદ્ધાચળને શિખરે અનંતા સિદ્ધદેવો થઈ ગયા છે. એ હતા યુગયુગાન્તરના પ્રથમ વટેમાર્ગ. એમણે વાટ પાડી અને પુણ્યવાટે પુણ્યશાળીઓ પરવર્યા."
વિખ્યાત પુરાત્તત્ત્વવેત્તા જેમ્સ ફરગ્યુસન શ્રી શત્રુંજય તીર્થ જોઈને એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે લખ્યું છે કે "આ ઈમારતો કેવળ ભવ્યતામાં જ નહીં પણ સુંદરતા અને એમની વિગતોની સુકુમારતામાં પણ જૂની ઈમારતોની સ્પર્ધા કરે છે. અને એ બધાં મળીને સૌથી વધુ ધ્યાન ખેંચે એવું એક (દવ મંદિરોનું) જૂથ રચે છે કે જે બીજે ક્યાંય જોવા મળતું નથી."
"સ્થાપત્ય વિદ્યાના તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુ વિદ્યાર્થીને માટે આ સ્થાન દુનિયા ઉપરના રસપ્રદ સ્થાનોમાંનું એક છે; કારણ કે ત્યાં એને મધ્ય યુગમાં, વિવિધ પ્રકારની પ્રક્રિયાઓથી, બીજા કોઈ પણ સ્થાન કરતાં વધારે મોટા પાયા ઉપર અને વધારે કુદરતી રીતે ઊભાં કરવામાં આવેલાં દેવળો જોવા મળે છે. આપણે જ્યારે દૂર દૂરનાં સ્થાનોમાં, મકાનોના નકશા બનાવવાની, અત્યારે પણ અનુસરવામાં આવતી, પદ્ધતિઓનું નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે જ આપણને ખ્યાલ આવે છે કે, અણકેળવાયેલ હિંદુઓ શિલ્પકળાની મૌલિકતા અને સંપૂર્ણતામાં કેટલી ઊંચી કક્ષાએ પહોંચી શકે છે, કે જ્યાં મધ્ય યુગથી તે અત્યાર સુધીમાં, યુરોપ પહોંચી શકેલ નથી."
"પોતાનાં (જૈનોનાં) મંદિરોની રચના, કે જેને "મંદિરોની નગરીઓ” કહી શકાય, એ જૈનોની એક વિશેષતા છે, અને ભારતના કોઈ પણ ધર્મના અનુયાયીઓ કરતાં વધારે મોટા પ્રમાણમાં તેઓ એનો અમલ કરે
3,
'
'
:
:
:
Page #54
--------------------------------------------------------------------------
________________
છે.... આ ધર્મોમાંનો કોઈ પણ ધર્મ, શત્રુંજય ઉપર છે એવો મંદિરોનો સમૂહ ધરાવતો નથી. એ દેવતાઓની નગરી છે, અને એમના માટે યોજાયેલી છે, માનવીના ઉપયોગ માટે એ બનેલ નથી."
જેમ્સ ટોડ આ તીર્થનો મહિમા વર્ણવતાં લખે છે કે - "પાલીતાણાથી પર્વતની તળેટી સુધીનો માર્ગ વડના ભવ્ય વૃક્ષો વચ્ચેથી પસાર થાય છે, જે પૂજા માટે એકત્ર થતા વિશાળ સંઘને પવિત્ર છાંયડો આપે છે,....હવે આપણે ઠીક ઠીક ઊંચાં પગથિયાં ચડીને અને પુંડરિક સ્વામીના દરવાજાના નામે ઓળખાતા કમાનોવાળા માર્ગે થઈને, પવિત્રમાં પણ પવિત્ર સ્થાને પહોંચી જઈએ છીએ, જે આપણને આદિનાથ ભગવાનના મંદિરની સામે લઈ જાય છે. ભગવાન આદિનાથનું મંદિર જોકે એક ભવ્ય ઈમારત છે, છતાંયે, એ દેખાવ કે (શિલ્પની) સામગ્રીની દ્રષ્ટિએ આબુનાં મંદિરો જેવું શિલ્પ ધરાવતું નથી. ગભારો ઘુમ્મટવાળો છે. સ્વચ્છ સફેદ આરસમાંથી બનાવેલી પરમાત્માની પ્રતિમા વિરાટ કદની છે, અને તે ચાલુ ધ્યાન મુદ્રા (પદ્માસનમુદ્રામાં) બિરાજેલી છે અને એના હાથ અને પગની પલાંઠી વાળેલી છે."
ભારતીય પુરાતત્ત્વ વિદ્યાના વિખ્યાત વિદ્વાન જેમ્સ બર્જેસ આ તીર્થની આ પ્રમાણે પ્રશસ્તિ કરી છે : "આ સ્થાનેથી જે દ્રશ્ય નજરે પડે છે, તે ધ્યાનને વશ કરી લે એવું છે. એ વિશાળતામાં ખૂબ સુંદર છે; અને અજોડ ચિત્ર માટેની ભવ્ય ગોઠવણીરૂપ છે – માનવી મહેનતમાં આપણે કેટલે પહોંચી શકીએ છીએ તે આ કાર્ય (દર્શાવે) છે.... પણ કાવ્યની અતિશયોક્તિને બાજુએ રાખીએ તો પણ, એ ખરેખર અભુત છે – એ અજોડ સ્થાન છે. મંદિરોની નગરી છે.
થોડાંક મંદિરો આરસપહાણના બનાવેલાં છે - બધા ઝીણવટથી કોતરેલાં છે; અને કેટલાકની સપ્રમાણતા ધ્યાન ખેંચે એવી છે અને જ્યારે પ્રવાસી સ્ફટિકનાં ચક્ષુઓવાળી અને ચોખ્ખા શ્વેત આરસપહાણમાંથી ઘડેલી મૂર્તિઓ પાસેથી પસાર થાય છે, ત્યારે એ પ્રતિમાઓ જાણે સેંકડો
શાંત-એકાંત દેરીઓમાંથી એની સામે નિહાળ્યા કરતી હોય એમ લાગે છે ! IS ૨૮
Page #55
--------------------------------------------------------------------------
________________
સાચે સાચ દુનિયામાં આની બરોબરી કરી શકે એવું કોઈ સ્થાન નથી. વળી દરેક પ્રાંગણમાં, માર્ગમાં પ્રવેશદ્વારમાં અને ખંડમાં-બધાં સ્થાનોમાં જે સ્વચ્છતા છે, તે પણ કાંઈ ઓછો આહ્લાદક આપતી નથી.”
હેન્ની કઝીન્સે શ્રી શત્રુંજય તીર્થની પ્રશંસા કરતાં લખ્યું છે ઃ- “આ બધા કદનાં અને બધી આકૃતિઓમાં સેંકડો મંદિરોથી છવાઈ ગયેલાં અને વચ્ચે વચ્ચે ખીણો ધરાવતાં આ શિખરોને લગભગ હવામાં બનેલા પવિત્ર નગર તરીકે જે વર્ણવી શકાય... એક બાબત જે મંદિરોના આ સમૂહને, સપાટ મેદાનોમાં વસેલાં શહેરોમાં બનેલા, આવા સમૂહોથી જુદો પાડે છે, તે છે, કેવળ મંદિરોની વચ્ચે જે નહીં પણ પર્વત ઉપર કોઇ સ્થાને, કોઇ પણ જાતના વસવાટો ઘરોનો સર્વથા અભાવ. શહેરોમાં અને એની આસપાસ બનેલ બધી પવિત્ર ઈમારતોના સમૂહ સાથે જોડાઈ ગયેલો રોજિંદો જીવન-વ્યવહાર અહીં એની ગેરહાજરીના કારણે ઊડીને આંખે વળગે છે અને આ તેમ જ વાદળોથી સારી રીતે જુદી પડતી એની સ્થિતિ એને તરત જ એવી આકર્ષકતા અને એવું ગૂઢ વાતાવરણ આપે છે કે જે એની પોતાની ખાસિયતરૂપ જ ગણાય. ટેનીસન કવિએ જ્યારે એમ લખ્યું કે "હું ઉપર ચડ્યો અને મેં સર્વશક્તિમાન પર્વતને તથા શિખર ઉપર ગઢવાળા નગરને જોયાં, ન માની શકાય એવાં આકાશને વીંધતાં શિખરો’ ત્યારે એમના ચિત્તમાં લગભગ આ જ (ચિત્ર) હશે.”
-
ગુજરાત ઇતિહાસ અને સાહિત્યના એક સહ્રદય અને પ્રેમી વિદ્વાન એલેક્ઝાંડર કિન્લોક ફાર્બસ લખે છે કે "જૈનધર્મનાં દેવાલય તેઓના ભવ્ય કોટ સહિત વિસ્તાર પામ્યાં છે, તે અર્ધા મહેલ જેવાં અર્ધા કોટ જેવાં એકાન્ત, અને મહિમાવાન્ પર્વત ઉપર દેદીપ્યમાન આરસપહાણનાં બાંધેલાં, અને સ્વર્ગના મહાલય સમાન, છેક ઊંચે હવામાં મૃત્યુલોકને પગ દેવાને દુર્લભ, એવાં છે. પ્રત્યેક ચૈતન્ય ગભારામાં અજિતનાથની, આદિનાથની અથવા કોઈ બીજા તીર્થંકરની એક અથવા વધારે મૂર્તિઓ છે. તેનો ઉદાસીન વૃત્તિ ધારણ કરેલો, આરસપાહાણની મૂર્તિનો આકાર, રૂપેરી દિવીઓના ઓછા અજવાળાથી ઝાંખો દ્રષ્ટિએ પડે છે. અગરબત્તીની સુગંધ હવામાં મ્હેંકી રહે છે, અને ચકચકિત ફરસબંધી ઉપર ભક્તિમાન
૨૯
Page #56
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીઓ, સોનાના શૃંગાર સજેલી અને વિચિત્રરંગના વસ્ત્રથી ઝગઝગાટ મારતી એકસ્વરી પણ મધુર સ્તવન ભણતી એવી, ઉઘાડે પગે પણ ધીમે ધીમે પ્રદક્ષિણા કરે છે. શત્રુંજય, ખરેખાત પૂર્વ ભણીની અદ્ભુત કથાના એક કલ્પિત ડુંગરની ઘટિત રીતે ઉપમા આપી શકાય એવો છે. એના રહેવાસીઓ પણ જાણે એકાએક આરસના પૂતળાં બની ગયેલાં હોય, પણ તે ઉપર આવીને અપ્સરાના હાથ, સર્વ સ્વચ્છ અને ચકચકિત રાખતા હોય, અને સુગંધીવાળા પદાર્થોના ધૂપ કરતા હોય તેમ જ તે અપ્સરાના સુસ્વર, દેવનાં શૃંગારિક ગીત ગાઈને હવાને ભરી દેતા હોય એવો ભાસ થાય છે.... શત્રુંજય ઘણું જ પ્રાચીન અને જૈનધર્મનું અતિ પવિત્ર ધામ છે. સર્વ તીર્થ કરતાં એ અગ્રેસર ગણવામાં આવ્યું છે, અને જેનો નિરંતર નિવૃત્તિ સાથે સંબંધ થાય છે, તેનું એ સુખસ્થાન ગણાય છે. વળી તે મુમુક્ષુઓનું મહામંદિર મનાય છે, અને અંગ્રેજોના પવિત્ર આયોનાની પેઠે દુનિયાના નાશની વેળાએ પણ એનો નાશ થવો સજર્યો નથી એમ કહેવાય છે.”
હમણાં થોડા સમય પહેલાં શ્રી શત્રુંજય તીર્થ ઉપર તળેટીએ જવાના માર્ગ ઉપર જંબુદ્વિપ નામે એક મંદિર બનાવવામાં આવ્યું છે. તેનું કામકાજ હજુ ચાલુ છે. આ જંબુદ્વિપના મધ્ય ભાગમાં ઊંચો પણ સામાન્ય પરિઘવાળો મેરૂ પર્વત બનાવવામાં આવ્યો છે. તેને ફરતા ગ્રહ અને નક્ષત્રો બતાવવામાં આવ્યા છે, પણ આ કક્ષમાં મેરૂ પર્વતના વિભાગ ઉપરાંત ચારે બાજુએ રવેશ બનાવીને, નાના નાના પ્રતિકો બનાવીને, કેટલાંક ચિત્રો વગેરે મૂકી એવું લખાણ કરવામાં આવ્યું છે કે, પૃથ્વી ગોળ નથી અને તે તેની ધરી પર ફરતી નથી.
આ વૈજ્ઞાનિક યુગમાં અને જ્યારે ચંદ્ર ઉપર માણસો અને અવકાશયાન ઊતરીને સંદેશા લઈ આવ્યા છે, અને બીજા અવકાશયાનો દ્વારા મંગળ, શુક્ર વગેરે ગ્રહોની માહિતી મેળવી શક્યા શક્તિમાન બન્યા છે, ત્યારે આ જૂની માન્યતાઓને આધારે જંબુદ્વિપમાં લખેલી કેટલી વિગતો અને તેની રચના કંઈક વિચિત્ર લાગે છે. એક બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ તો આ જંબુદ્વિપની રચના આ વિજ્ઞાન યુગમાં જૈનધર્મને અને તેની ફિલસૂફીને અયોગ્ય રીતે રજૂ કરે છે.
SSC ]
{!
Page #57
--------------------------------------------------------------------------
________________
જંબુદ્રીપની રચના કરાવનાર આચાર્યો અને સાધુઓએ તેમજ દાતાઓએ જૈનધર્મના ઊંડા અભ્યાસીઓના તેમજ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓ અને ખગોળશાસ્ત્રીઓની સલાહ લઈને આ રચના કરવાનો વિચાર કર્યો હતો તો જૈનધર્મ અને તેની ફિલસૂફીથી મહત્તા વધુ સારી રીતે રજૂ થઈ શકી હોત.
અત્રેથી અહીં એ ઉલ્લેખ કરવો અસ્થાને નહિ ગણાય કે ઈ.સ. ૧૯૫૫ની સાલમાં શ્રી શત્રુંજય તીર્થનાં મંદિરોમાં હરિજનો યાત્રા યા દર્શન ક૨વા જઈ શકે કે નહિ, તે પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. શ્રી શત્રુંજય તીર્થના વહીવટ કરનાર શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના હિન્દભરથી આવેલા પ્રતિનિધિઓની સભામાં એની ચર્ચા-વિચારણા થઈ હતી. ચર્ચા વિચારણાના અંતે સભા તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં જૈનધર્મને અનુરૂપ એવી જાહેરાત કરી અને સૂચના આપવામાં આવી હતી કે "જૈન આચારને અનુરૂપ કોઇપણ વ્યક્તિ મંદિરમાં દર્શન કરવાની ઇચ્છા રાખે તો તેને રોકવો નહિ.” આ નિવેદનના પરિણામ સ્વરૂપે હરિજનોને જૈન મંદિરોમાં દાખલ ન થવા દેવા માટેનું આન્દોલન હતું તે બંધ થઈ ગયું અને ત્યારથી હરિજનો પણ શ્રી શંત્રુજ્ય તીર્થ ઉ૫૨ દર્શન ક૨વા જાય છે.
પાલિતાણા એ ભાવનગરની રેલ્વે માર્ગે અડતાલીસ કિલોમીટર અને મોટ૨ રસ્તે પંચાવન કિલોમીટરના અને તેમજ અમદાવાદથી બસોને પાંસઠ કિલોમીટરના અંતરે આવેલું છે. પાલિતાણા પશ્ચિમ રેલ્વે વિભાગ પર આવેલું રેલ્વે સ્ટેશન છે. તે ગુજરાત રાજ્યના અન્ય સ્થળો જોડાયેલું છે. નજદીકનું હવાઈ મથક ભાવનગર છે, જે છપ્પન કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં આવવા માટે ઘણાં સ્થળોએથી એસ.ટી. બસો અને વાહનો પણ ઉપલબ્ધ છે.
અહીં ગુજરાત સરકારના પ્રવાસ નિગમે ‘સુમેરુ'નામે હૉટલ બાંધી છે. તેમાં બધાંજ પ્રકારની આધુનિક આવાસ વ્યવસ્થા અને જૈનોને ધાર્મિક દ્રષ્ટિએ અનુકૂળ આવે તેવા શાકાહારી ભોજનની
૩૧
Page #58
--------------------------------------------------------------------------
________________
વ્યવસ્થા પણ છે. આ ઉપરાંત પાલિતાણામાં યાત્રાળુઓને રહેવા માટે અનેક ધર્મશાળાઓ છે. તેમાં ઘણી ધર્મશાળાઓમાં આધુનિક આવાસની અને શાકાહારી ભોજનની વ્યવસ્થા છે. આ ઉપરાંત રહેવા માટે ઈન્સપેક્શન બંગલો પણ છે.
શત્રજય તીર્થની વ્યવસ્થા જૈનોની આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. પેઢીનું કાર્યાલય સગાળ પોળ દરવાજા પાસે, શત્રુંજય પર્વત ઉપર આવેલું છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી ગિરનાર તીર્થ
સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢથી લગભગ સવાત્રણ કિલોમીટરની દૂરીએ ગિરનાર પર્વત આવેલો છે. તે લગભગ ૧૧૧૭ મીટર ઊંચો અને સિત્તેર(૭૦) ચોરસ માઈલના ક્ષેત્રફળમાં ફેલાયેલો છે. તે અતિ પુરાણો પર્વત છે. હિમાલય પર્વતથી કદમાં અતિ નાનો પણ ઉંમરમાં હિમાલયથી મોટો અર્થાત જૂનો છે. તે જૈનો, હિંદુઓ અને મુસ્લિમોના તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે. ગિરનાર ભૌગોલિક દ્રષ્ટિએ જેટલો પુરાણો છે તેટલો જ જૂનો તેનો ભવ્ય અને ભાતીગળ ઈતિહાસ છે. ભારતના ઈતિહાસમાં પ્રાગ ઐતિહાસિક કાળથી આજદિન સુધી, ગિરનાર અને જૂનાગઢના ઉલ્લેખો મળી આવે છે. ઈટવા અને ખોરદેવીમાં મળેલા પ્રાગ ઐતિહાસિક અવશેષો, મૌર્ય, ગુપ્ત, મૈત્રક અને ચૂડાસમા રાજવીઓના વૃત્તાંતો અને તેમને બંધાવેલી મહેલાતો, ઈમારતો અને યાદગાર સ્થળોના ખંડિયેરો, જૂનાગઢના નવાબોના મહેલો અને ઈમારતો અને સ્વતંત્ર આંદોલનના પ્રસંગો દ્વારા જૂનાગઢનો કડીબદ્ધ ઈતિહાસ મળે છે.
જૂનાગઢની પ્રસિદ્ધિ, ગિરિવર ગિરનાર પર્વતને લીધે છે. કિંવદંતી છે કે ગિરનારની તળેટીમાં જ પ્રાચીન ગિરિનગર વસ્યું હતું. નંદો અને મૌર્યના સમયમાં તે એક સમૃદ્ધ નગર હતું. પ્રાચીન સમયમાં તેના મણિપુર, ચન્દ્રકેતુપર, રૈવતનગર અને પુરાતનપુર નામો હતાં.
શ્વેતાંબર જૈનપંથીઓની માન્યતાનુસાર પ્રાચીન સમયમાં ગિરનારનો ઉજ્જયંતગિરિ અને રેવતગિરિ તરીકે ઉલ્લેખ કરવામાં આવતો હતો. પુરાણોમાં અને ઈતિહાસમાં પણ તેને રૈવત, રેવંત, કમુદ, રૈવતક, રૈવતાચળ, ઉજ્જયંતિ આદિ નામોથી વર્ણવવામાં આવ્યો છે.
જૈન ગ્રંથોમાં, ગિરનારનું મહાભ્ય ઘણા જ ભક્તિભાવથી. SSSSSSSSSSSSS ૩૩
Page #60
--------------------------------------------------------------------------
________________
આલેખવામાં આવ્યું છે. વળી જૈન શ્વેતાંબર પંથીઓના શાસ્ત્રો પ્રમાણે ગિરનારને શ્રી શત્રુંજ્ય ગિરિની પાંચમી ટૂક માનવામાં આવે છે. જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનના સમયથી ચોવીસમા તીર્થંકર મહાવીર ભગવાનના સમય સુધીમાં અનેક ચક્રવર્તીઓ, રાજા મહારાજાઓ અને જૈન શ્રેષ્ઠીઓએ અહીં રૈવતાચલ ઉપર યાત્રા કર્યાના ઉલ્લેખો મળી આવે છે. વળી તેમની માન્યતા પ્રમાણે, અહીંથી અનેક મુનિવરો તપશ્ચર્યા કરીને મોક્ષે સિધાવ્યા છે અને આવતી ચોવીસીના વીસ તીર્થંકરો પણ અહીંથી મોક્ષે સિધાવશે, એવી માન્યતા પ્રવર્તે છે.
જૂનાગઢથી ગિરનાર તરફ જતાં વાઘેશ્વરી માતા, ગાયત્રી શક્તિપીઠ અને અશોકનો શિલાલેખ આવે છે. આ શિલાલેખ આજે પણ હયાત છે. આ શિલાલેખ પર મૌર્ય સમ્રાટ અશોકે એની સુપ્રસિદ્ધ ચૌદ ધર્મઆજ્ઞાઓ, પ્રાચીન ખારોષ્ટી લિપિમાં કોતરાવી છે. આજે પણ તે શિલાલેખો વાંચી શકાય છે. ચૌદ ધર્મઆજ્ઞાઓમાં સમ્રાટ અશોકે, દયા અને કરૂણા પર વિશેષ ભાર મૂક્યો છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને ગૌતમબુદ્ધ તો દયા અને કરૂણાના અવતાર હતા એટલે અશોકે દયા અને કરૂણા પર ભાર મૂક્યો હશે.
આ જ શિલાલેખની એક બાજુએ બીજી સદીમાં થઈ ગયેલા ક્ષત્રપ રુદ્રદામનનો એક શિલાલેખ છે. આ પછી, પાંચમી સદીમાં થઈ ગયેલા સમ્રાટ સ્કંધગુપ્તે બનાવેલ એક ત્રીજો શિલાલેખ છે.
અહીં શિલાલેખોની સામી બાજુએ લગભગ ૨૩૦૦ વર્ષ પહેલાં સમ્રાટ ચન્દ્રગુપ્ત મૌર્યે (૨૭૮) બસો ઈંઠીયોતેર એકરમાં સુદર્શન નામે, એક સરોવર બંધાવ્યું હતું. આ સરોવર ઘણું જ વિશાળ અને યોગિનીઓના પહાડ અને અશ્વત્થામાની ટેકરીઓથી અત્યારના ઉપરકોટની સીમા સુધી વિસ્તરેલું હતું. એમાં સુવર્ણ રેખા અને પલાશિની નદીઓનું પાણી ઠલવાતું હતું. આ સરોવરમાંથી ખેતી માટે પણ પાણી વપરાતું. અતિવૃષ્ટિને કા૨ણે બે ત્રણવાર સરોવર ફાટ્યું હતું. બે વાર તો એ બે સરોવરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એકવાર ક્ષત્રપ રુદ્રદામને અને બીજીવાર સમ્રાટ સ્કંધગુપ્તે. આ બન્ને સમ્રાટોના શિલાલેખોમાં તેનો ઉલ્લેખ
૩૪
Page #61
--------------------------------------------------------------------------
________________
પણ છે. કાળક્રમે એ સરોવર નષ્ટ થઈ ગયું. આજે તો તે સ્થળે એક ખુલ્લી જગા જ જોઈ શકાય છે.
અશોકના શિલાલેખથી થોડે દૂર આગળ જતાં દામોદરલાલજીનું મદિર અને પવિત્ર દામોદર કુંડ આવે છે. એમાં યાત્રિકો સ્નાન કરે છે અને સ્વજનોનાં ફૂલ (અસ્થિ) તેમાં પધરાવે છે. આ કુંડમાં નરસિંહ મહેતા સ્નાન કરવા આવતા. આથી તેના ઉપર એક કાવ્ય પણ છે. “ગિરિ તળેટીને કુંડ દામોદર, જ્યાં મહેતાજી નાહવા જાય”
દામોદરલાલજીના મંદિરની સામે બલરામજીની પત્ની, રેવતીના નામ ઉ૫રથી કહેવાતો રેવતીકુંડ આવેલો છે. પહાડની તળેટીમાં એ કુંડ આવેલો છે. એને રેવતાચલ કહે છે. કુંડની નજદીકમાં મુચુકુંદ ગુફા આવેલી છે.
દામોદર કુંડથી લગભગ બે કિલોમીટરના અંતરે સુવર્ણ રેખા નદીના તટ પર, ભવનાથ મહાદેવનું મંદિર અને મૃગીકુંડ આવેલાં છે. આ ભવનાથ મહાદેવના સાન્નિધ્યમાં જ, મહાશિવરાત્રિએ, ભવ્ય મેળો ભરાય છે. એવી માન્યતા છે કે તે દિવસે પાંડવ-કૌરવના ગુરૂ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા - જે સાત અમર આત્માઓ પૈકીના એક છે તે મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે, અને પછી શંકર ભગવાનનાં દર્શન કરે છે.
ભવનાથનો શિવરાત્રિનો મેળો, મુખ્યત્વે સંસારીઓ કરતાં સાધુઓનો મેળો છે. દેશભરમાંથી વિવિધ સંપ્રદાયના સાધુસંતો અને મહંતો, પોતપોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે, અહીં આવે છે. આમ, આ મેળો સાધુઓની એકતાનું પ્રતીક બની જાય છે.
શિવરાત્રિની રાત્રે જટાધારી, ભભૂતધારી, નાગા દિગંબર સાધુઓનું એક ભવ્ય સરઘસ નીકળે છે. ભાલા, તલવાર, ત્રિશુળ, સહિત પટ્ટાબાજીના ખેલ કરતું અને ડમરું, ઝાલર અને શંખના ઘોર અવાજ કરતું આ સાધુઓનું સરઘસ, બરાબર રાતના બાર વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશ કરે છે. અને પછી હરહર મહાદેવના ગગનભેદી નાદ સાથે
Page #62
--------------------------------------------------------------------------
________________
મૃગીકુંડમાં સ્નાન કરીને, ભવનાથની આરતી ઉતારીને, મહાપૂજા કરે છે.
ગિરનાર પર જવાનો અસલ માર્ગ પૂર્વ તરફ હતો, પણ પ્રથમ પગથિયાં કોણે અને ક્યારે બનાવ્યાં તેનું કોઇ પ્રમાણ ઉપલબ્ધ નથી. પ્રબંધ ચિંતામણિમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ ઈ.સ. ૧૧૫૨માં ગુજરાતના રાજા કુમારપાળે તેમના મંત્રી ઉદયનના પુત્ર વાગ્ભટ્ટને ગિરનાર ઉપર જવા માટે પગથિયાં બાંધવા માટે, સૂચના આપી હતી. તેને અનુસરીને વાગ્ભટ્ટે તે વખતે રૂપિયા ત્રેસઠ લાખના ખર્ચે સોપાન માર્ગ બનાવ્યો હતો. ત્યાર બાદ ઈ.સ. ૧૯૨૭માં તેમાં સમારકામ કરવામાં આવ્યું હતું. વળી એવો પણ ઉલ્લેખ મળે છે કે દીવના એક સંઘે પણ તેની મરામત કરાવી હતી. ત્યારબાદ ઈ.સ. ૧૮૮૯માં જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈએ તળેટીથી અંબાજી સુધી પગથિયાં બંધાવ્યાં હતાં.
ગિરનાર પર્વત પર ગોરખ શિખર ૩૬૦૦ ફૂટ, અંબાજી શિખર ૩૩૦૦ ફૂટ, ગોમુખી, શિખર ૩૧૨૦ ફૂટ અને જૈન મંદિરો ૩૩૦૦ ફૂટની ઊંચાઈએ આવેલાં છે. આ બધાં શિખરો ઉપર જવા માટે પગથિયાં છે.
ગિરનાર ૮૪ ચોર્યાસી સિદ્ધો અને નવનાથોનું નિવાસ સ્થાન છે, યોગીઓની તપોભૂમિ છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. અહીં સિદ્ધોએ વસ્ત્રોનો ત્યાગ કરી તપ કર્યું હતું એટલે તેને વસ્ત્રાપથ ક્ષેત્ર કહે છે. આ સિદ્ધો મોટે ભાગે જૈન સાધુઓ હતા. તેમાં મુખ્ય, જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથ હતા. આથી ગિરનારના તીર્થનાયક નેમિનાથ છે.
તળેટીથી ઉપર ચઢતાં પાંડવદેરી, હનુમાન બાલુની આંબલી, ધોળી દેરી, કાળી દેરી, ભર્તુહરિની ગુફા વગેરે સ્થળો વટાવી ઉપરકોટની ટૂક ઉપર આવીએ છીએ. એને દેવકોટ પણ કહે છે. તળેટીથી આ ચઢાણ, ત્રણ કિલોમીટરનું છે. તેમાં ચડવા માટે ૪૨૦૦ બેંતાલીસો પગથિયાં છે. દેવકોટ દરવાજામાંથી અંદર જતાં જૈનોનાં મંદિરો આવે છે. તેમાં
૩૬
Page #63
--------------------------------------------------------------------------
________________
નેમિનાથનું એક વિશાળ મંદિર છે. આ મંદિર વિક્રમ સંવત ૨૦૯માં કાશ્મિરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું હતું તેમ કહેવામાં આવે છે. સિદ્ધરાજના સમયમાં તેમના સૂબા સોરઠના દંડનાયક સજ્જન મહેતાએ વિક્રમ સંવત ૧૨૮૫માં તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. એમ કહેવાય છે કે આ જીર્ણોદ્ધારમાં સજ્જન મહેતાએ સોરઠની ત્રણ વર્ષની આવક ખર્ચા હતી. મંદિરમાં શ્યામ આરસમાંથી કંડારાયેલી નેમિનાથની વિશાળ પ્રતિમા છે.
આ શ્વેતાંબર મંદિર એકસોને નેવું (૧૯0) ફૂટ લાંબા અને એકસોને ત્રીસ (૧૩) ફૂટ પહોળા, વિશાળ ચોકની વચમાં બાંધવામાં આવ્યું છે. મંદિરોને ફરતો બહારનો રંગમંડપ, ચોક અને જીન મંદિર કલાના મનમોહક નમૂના છે. પાછળ આવેલા પહાડોની પાર્શ્વભૂમિ તેને ઘણાં જ મનોહર બનાવે છે.
નેમિનાથજીના દેરાસરમાં ચાર શિલાલેખો છે. તેમાં આ દેરાસરને રા'માંડલિકે સોનાના પતરાથી મઢાવ્યું હતું અને મેવાડા જ્ઞાતિના સૂત્રધાર ગણના પુત્ર હરિપાલને મંદિરમાં લેખો કોતરાવવાના વંશ પરંપરાગત હકકો આપ્યાના ઉલ્લેખો છે. નેમિનાથજીના મંદિરની પાછળ જૈન મંદિરોના મુનીમ જગમાલ ગોરધનદાસે બનાવેલું મંદિર છે. જગમાલના નામ ઉપરથી જૂનાગઢમાં “જગમાલ ચોક'પણ છે.
આ મંદિરની સામે માનસિંગ ભોજરાજની ટૂક છે. અહીં મંદિરમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન છે. આ મંદિરના ચોકમાં એક સુંદર કુંડ આવેલો છે. આગળ જતાં મેલક વસહીની ટૂક આવે છે. આ ટૂકમાં મૂળનાયક શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. એમ માનવામાં આવે છે કે આ ટૂક ગુજરાત નરેશ શ્રી સિદ્ધરાજના મહામંત્રી શ્રી સજ્જન શેઠે નિર્માણ કરાવી હતી. આ ટૂકમાં ઋષભદેવની આસનસ્થ વિશાળકાય પ્રતિમા છે. જેને અબુદજી કે અદબદજી દાદા કહેવામાં બાવે છે.
આગળ ચાલતાં શ્રી સંગ્રામ સોનીની ટૂક આવે છે. અહીં ઓશવાલ
Page #64
--------------------------------------------------------------------------
________________
જ્ઞાતિના સોની સમરસિંહ અને માલદેવે મંદિર બનાવ્યું હતું એવો ઉલ્લેખ મળે છે. આ મંદિર બે માળનું છે. અને બધાં મંદિરોમાં ઊંચામાં ઊંચું છે. અહીં પણ મૂળનાયક સહસ્રફણા પાર્શ્વનાથ ભગવાન છે. આગળ જતાં શ્રી કુમારપાળની ટૂક આવે છે. આ ટૂક તેરમી સદીમાં કુમારપાળ રાજાએ નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે. અહીં મંદિરમાં મૂળનાયક શ્રી અભિનંદન ભગવાન છે. આ ટ્રકની પાસે ભીમકુંડ અને ગજપદ કુંડ છે. મુખ્ય માર્ગ પર આગળ જતાં શ્રી વસ્તુપાલ તેજપાળની ટૂક આવે છે.
અહીંના દરેક મંદિરના શિખર પર, છત પર અને સ્તંભો પર શિલ્પકલાથી સભર આબેહૂબ કોતરકામ છે. આમ છતાં ગિરનાર પર સૌથી કલાત્મક શ્રેષ્ઠ શિલ્પની કોતરકામવાળાં મંદિરો તો વસ્તુપાલ તેજપાલે બનાવેલાં મંદિરો છે. તે આબુના દેલવાડાનાં મંદિરોની સ્મૃતિ તાજી કરે છે. કોઈ કોઈ સ્થળે શિલ્પકળા અને કોતરકામ, આબુનાં દેલવાડાના મંદિરો કરતાં પણ વધુ ઉત્કૃષ્ટ લાગે છે. મંદિરો સ્થાપત્ય કલા અને શિલ્પ કલાના અભુત નમૂનાઓ છે. મંદિરમાં સાતેક અભિલેખો છે. શિલાલેખોના ઉલ્લેખ મુજબ આ મંદિરો વિક્રમ સંવત ૧૨૮૮માં બનાવવામાં આવ્યાં હતાં. તેમાં ૧૯મા તીર્થકર મલ્લિનાથનાં ત્રણ મંદિરો છે. (૧) શ્રી સ્તંભન પુરાવતાર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું (૨) શત્રુંજ્યાવતાર શ્રી ઋષભદેવનું અને (૩) સત્યપુરાવતાર શ્રી મહાવીર સ્વામી ભગવાનની પ્રતિમાઓ છે. અહીં બીજા મંદિરમાં પ્રથમ શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા હતી, પણ પાછળથી શત્રુંજ્યાવતાર નામના મૂળ મંદિરમાં, મૂળનાયક શ્રી શ્યામલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. પ્રતિમા ઉપર વિક્રમ સંવત ૧૩૦૫નો આલેખ છે. ટૂકથી આગળ જતાં શ્રી સંપ્રતિ રાજાની ટૂક આવે છે. અહીં મંદિર પ્રાચીન અને વિશાળ છે. મૂળ નાયક શ્રી નેમિનાથ ભગવાન છે. ત્યારબાદ ચૌમુખજી, શ્રી સંભવનાથ ભગવાનની ટૂક, જ્ઞાનવાવડી, શ્રી ધર્મશ્રી હેમચંદ્રજીની ટૂક, મલ્લની ટૂક, રાજુલમતિજીની ગુફા, બીજી ચૌમુખજીની ટૂક, ગૌમુખી ગંગા તથા ચોવીસ તીર્થકરોની
STS ૩૮
Page #65
--------------------------------------------------------------------------
________________
પાદુકાઓ આવે છે. આ બધીએ ટૂકો શ્વેતાંબરપંથી જૈનોની છે, પણ રાજુલમતિજીની ગુફાના ઉપરના ભાગમાં એક આંગણમાં દિગમ્બરપંથી જૈનોનું મંદિર પણ છે. તેમાં મૂળ નાયક શ્રી નેમિનાથ ભગવાન છે. આ જ આંગણમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી બાહુબલિજીનું મંદિર છે.
ગૌમુખી ગંગાની આગળ એક રસ્તો સહસ્ત્રાવન તરફ જાય છે, જ્યાં નેમિનાથ ભગવાને દીક્ષા લીધી અને તેમને કેવલજ્ઞાન થયું તે બે, કલ્યાણકોનાં સ્થળો છે. ત્યાં શ્રી નેમિનાથની ચરણ પાદુકાઓ પણ છે.
ગૌમુખી ગંગાની આગળ શ્રી નેમિનાથ ભગવાનના ભાઈ શ્રી રહનેમિનું મંદિર છે. આગળ જતાં શ્રી નેમિનાથ ભગવાનની અધિષ્ઠાયિકા શ્રી અંબાજી માતાની ટૂક આવે છે.
અહીં નીચે મુજબ પાંચ ટૂંકો આવેલી છે. ૧) પહેલી ટ્રક - શ્રી નેમિનાથ ભગવાનની. (૨) બીજી ટૂક - શ્રી અંબાજી માતાની (૩) ત્રીજી ટૂક - ઓઘડ શિખર - જ્યાં નેમિનાથ ભગવાનનાં ચરણો
અને શ્રી સામ્બ કુમારની ચરણ પાદુકાઓ છે. (૪) ચોથી ટૂંક – ઓઘડ શિખર આગળની ગુરૂદેવ દત્રાત્તયની ટૂક છે ત્યાં
શ્રી નૈમિનાથ ભગવાનનાં ચરણો અને શ્રી પ્રદ્યુમ્નકુમારની ચરણ
પાદુકાઓ છે. (૫) પાંચમી ટૂંક - જ્યાં શ્રી નેમિનાથ ભગવાન તથા ગણધર વરદત્ત
મુનિની ચરણ પાદુકાઓ છે. ગિરનારની મહત્તા ધાર્મિક દ્રષ્ટિએ ઘણી મોટી ગણવામાં આવે છે. જૈન ધર્મનાં પર્વત ઉપર આવેલાં પાંચ મુખ્ય યાત્રા ધામો (૧) શત્રુજ્ય (૨) સમેતશિખર (૩) ગિરનાર (૪) આબુ અને (૫) તારંગામાં તેની ગણના કરવામાં આવે છે.
S
Page #66
--------------------------------------------------------------------------
________________
ગિરનાર એ જૈનધર્મીઓનું એક મહત્ત્વનું તીર્થધામ હોવા ઉપરાંત, હિંદુઓ અને મુસ્લિમોનું પણ તીર્થધામ છે. વળી ગિરનાર પ્રાચીન અને અર્વાચીન બન્ને દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ગિરનાર પુરાતત્ત્વવેત્તાઓ, ઈતિહાસકારો, વનસ્પતિશાસ્ત્રીઓ આયુર્વેદાચાર્યો અને ભૂસ્તરશાસ્ત્રીઓને અખૂટ ભાથું પૂરું પાડે છે. . તેના ગૌરવને લોકકવિઓ અને લોકકથાકારોએ બિરદાવ્યું છે. ઈતિહાસકારોએ તેના ઉલ્લેખ કર્યા છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં પાણિનીએ ગિરિનગરનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે
આદી મરિપુર નામે, ચંદ્રકેતુ પુર મૃત
તૃતીય રેવત નામે, કલૌ પુરાતન પુર ઈ.સ.ની સાતમી સદીમાં રચાયેલા સ્કંધપુરાણના પ્રભાસખંડમાં ગિરનારનું મહાભ્ય વર્ણવ્યું છે. તેમાં પુરાણોની લાક્ષણિક શૈલીમાં ચમત્કારિક વાર્તાઓ આપવામાં આવી છે. તેમાં લખ્યા મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું અને તેમાં અનેક પુણ્ય સ્થાનો, વિવરો યાને કોતરો અને ગુફાઓ છે. વળી પ્રભાસખંડમાં, ગિરનારનું, વર્ણન આપતાં લખે છે કે :- ગિરનાર શિવલિંગાકાર છે. તેમાં ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૃંગ, અંબિકા, શ્રી ચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર, અશ્વત્થામા વગેરે શૃંગો છે.
ગિરનારમાં સાધના કરીને, વેલા કોળીમાંથી વેલનાથ બનનાર, ગુરૂના વિરહમાં એમના એક શિષ્ય ખાંટ રામજીએ ગિરનાર ઉપર એક ભજન લખ્યું છે, જે ઘણું પ્રસિદ્ધ છે. ચીની યાત્રી હ્યુ-એન સંગ ઈ.સ. ૬૪૦ની આસપાસ ગિરનાર આવેલા. તેમણે ગિરનારનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે “જૂનાગઢથી થોડે દૂર ઉજ્જયંત પર્વત આવેલો છે. વળી અહીં પચાસ જેટલા બૌદ્ધ મઠો હતા, જેમાં (૩૦૦) ત્રણસો જેટલા ભિક્ષુકો રહેતા હતા. સી.એમ. નામના એક અંગ્રેજે ઈ.સ. ૧૮૭૭માં કલકત્તા રિવ્યુમાં ગિરનારનો
Page #67
--------------------------------------------------------------------------
________________
ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે "આ મહાન અને પ્રાચીન પર્વતને જેમનો તેમ રહેવા દીધો છે તે જ યોગ્ય છે અને આપણે ઈચ્છીએ કે તે તેવોને તેવો જ રહે. જે આધુનિક સભ્યતાનો ત્યાં પ્રવેશ થવા દેવામાં આવશે તો જરૂર આપણને દિલગીર થવાનો વખત આવશે."
સંસ્કૃતના મહાકવિ માધે "શિશુપાલ વધ”માં ગિરનારની સ્તુતિ કરતાં લખ્યું છે કે:
દ્રષ્ટોપિ શૈલ : સમુહુર્મરાવેર પૂર્વવિદ વિસ્મય માત તાતુ ક્ષણે ક્ષણે યજાવ નામુપૈતિ તદેવ રૂ૫ રમણીયતાયા : "જાણે ન જોયો કદી હોય પૂર્વે વિસ્મિત મુરારી, શૈલ એમ નીરખે ક્ષણે જાણે નૂતનતા ઘરે જે તે
સ્વરૂપ સાચું રમણીયતાનું. ગિરનાર પર્વત સાથે કેટલાયે ઐતિહાસિક બનાવો જોડાયેલા છે. યુદ્ધમાં રા'ખેંગારની હત્યા કરીને, સિદ્ધરાજ રાણકદેવીનું હરણ કરી જાય છે, ત્યારે એ સતીએ ગિરનારને ઉપાલંભ આપ્યો હતો. એક કવિએ તેને કવિતા દ્વારા સુંદર શબ્દોમાં વર્ણવ્યો છે કે
ગોઝારા ગિરનાર વળામણ વેરીને કિયો ?
મરતા રા'ખેંગાર ખદેડી ખાંગો નવ થિયો ? નેમિનાથ રાજુલનું નામ પણ ગિરનાર સાથે જડાઈ ગયું છે. લગ્ન કરવા આવેલા નેમિનાથ, ભોજન માટે વધ કરવામાં આવનાર પશુઓનાં ભાંભરડા સાંભળીને લગ્ન કરવાના બદલે ત્યાગની દીક્ષા લે છે ત્યારે પ્રથમ તો રાજુલમતી તેમને સમજાવવા
૪૧ ૬
' '
' '
' '
,
'
,
,
'
'''
''
,
''
Page #68
--------------------------------------------------------------------------
________________
કોશિશ કરે છે અને કહે છે કે
“રાજુલ પોકાર નેમ, પશુ બાના હુઆ સચ્ચા માનો તો સ્વામી ઠગાના હુઆ
પણ આખરે જ્યારે રાજુલ પણ ત્યાગનો પંથ અપનાવવા તૈયાર થાય છે, ત્યારે તેની સખીઓ રાજુલને સંસાર ત્યાગ ન કરવા માટે સમજાવે છે ત્યારે રાજુલમતીનો જવાબ પણ કોઇ કવિએ સુંદર પંક્તિઓમાં વ્યકત કર્યો છે
"દેશો નહિ એને દોષ લગીરે રાખશો ના કોઇ રોષ લગીરે, લેખ લખ્યા ન ભૂંસાય રે;
તનડાનું સગપણ ભલે દીધું તોડી, આત્માની પ્રીત એણે આત્માથી જોડી.
આમ નેમિનાથ અને રાજુલની ઐતિહાસિક કથાએ ગિરનારનો તેના પુરાણા પ્રાગ ઐતિહાસિક ઈતિહાસમાં ઉમેરો કરીને, તેને અમરત્ત્વ બક્ષ્ય
છે.
અહીંની એક ગુફામાં રાજુલમતીની સાથે તેમના દિયર રહનેમિની સાથે બનેલો એક પ્રસંગ છે. રાજુલમતીએ દીક્ષા ગ્રહણ કર્યા પછી તેઓ પણ ગિરનારની એક ગુફામાં તપ કરવા માટે રહ્યાં હતાં. રહનેમિ પણ સાધુપણું અંગીકાર કરી અહીંની એક ગુફામાં તપ કરતા હતા. એક વખતે ધોધમાર વરસાદ પડ્યો. રાજુલમતી ભીંજાઈ ગયાં. રાજુલમતી સુંદર તો હતાં જ, તેમાં ભીંજાયેલાં કપડાંમાં સુંદરતા વધુ ઝબકી ઊઠી. તેઓ કપડાંને નીચોવી સુકવવા માટે અણજાણતાં રહનેમિની ગુફામાં ગયાં. રહનેમિ રાજુલમતીની સુંદરતાથી ભીંજાયા અને મોહાંધ બન્યા. રાજુલમતીએ રહનેમિને ઉપદેશ આપીને, તેમની મોહાંધતાને દૂર કરી. આ પ્રસંગને
૪૨
Page #69
--------------------------------------------------------------------------
________________
વર્ણવતી કોઈ જૈન મુનિએ સજઝાય લખી છે. તેમાંની કેટલાક પંક્તિઓ નીચે મુજબ છે :
દેવરિયા મુનિવર ! ધ્યાનમાં રહેજે, ધ્યાન થકી હોય ભવનો પાર રે, દેવ વરસાદે ભીનાં ચીવર મોકળા કરવા રાજુલ આવ્યાં છે તેને કામ રે - દેવ રૂપે રતિરે વસ્ત્ર વર્જિત બાળા, દેખી ખોભાણો તિરે કામ રે - દેવ પરદાર સેવી પ્રાણી નરકમાં જાય દુલર્ભબોધિ હોય માય રે - દેવ સાધ્વી સાથે ચૂકી પાપ જે બાંધે તેનો છૂટકારો કદીય ન થાય રે - દેવ. અશુચિ કાયા મળમૂત્રની ક્યારી તમને કેમ લાગી એવડી પ્યારી રે- દેવ. હું રે સંયમી, તુમે મહાવ્રતધારી કામે મહાવ્રત જાશો હારી રે - દેવ અહેવા રસીલાં રાજુલ વયણ સુણીને બૂઝયા રહનેમિ પ્રભુજી પાસરે - દેવ પાપ આલોઈ ફરી સંયમ લીધું.
અનુક્રમે પામ્યા શિવ આવાસ રે - દેવ. SSSSSSSSSSS ૪૩ SSSS
Page #70
--------------------------------------------------------------------------
________________
ગિરનાર અગ્નિકૃત પર્વત છે. કારતક સુદ અગિયારશથી એટલે કે દેવદિવાળીથી પાંચ દિવસ સુધી, વર્ષોથી ગિરનારની ઐતિહાસિક પરિક્રમા યોજાય છે. ત્યારે યાત્રિકોનો મેળો જામે છે, તેઓ તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિર પાસે રાત રહે છે અને સવારે પરિક્રમા શરૂ કરે છે. ઝીણા બાવાની મઢી, સૂરજ કુંડ, માળવેલો, બોરદેવી વગેરે પરકમ્મામાં આવતાં સ્થળો છે. ધાર્મિક દ્રષ્ટિએ આ પરિક્રમાનું ઘણું મહાભ્ય છે.
એક જમાનામાં ગિરનાર ગાઢ જંગલોથી ભરેલો હતો. આથી, તેનું કુદરતી સૌન્દર્ય ખૂબ જ મનોરમ્ય અને આકર્ષક લાગતું. વળી, ગિરનાર જાત જાતની વનસ્પતિઓ અને ઔષધિઓથી સભર છે. તેનો ઈતિહાસ અતિ પ્રાચીન અને જાજરમાન છે. તે યાત્રાનું એક મહત્ત્વનું પવિત્ર સ્થળ છે. આથી કોઈ કવિએ ગાયું છે કે
"સોરઠ દેશ ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર ન નાહ્યો દામો રેવતી, અફળ ગયો અવતાર સોરઠ શુરો ન સરજિયો, ન ચડ્યો ગઢ ગિરનાર ન નાહ્યો ગંગા ગોમતી એનો એળે ગયો અવતાર
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ
જૈનોની માન્યતા પ્રમાણે જે કેટલાંક તીર્થસ્થળો ચમત્કારિક છે, તેમાંનું એક શંખેશ્વર છે. આ ચમત્કાર, તીર્થંકરો દ્વારા નથી થતા. તીર્થંકરો નિર્વાણગતિને પામેલા હોઈને, ચમત્કાર કરે નહિ. તે ચમત્કારો તીર્થંકરોના ભક્તો દ્વારા થતા હોય છે. જૈન ધર્માવલંબીઓમાં ગુજરાતમાં, આ તીર્થનું સ્થાન પાલિતાણાના શત્રુંજય તીર્થ પછી બીજા સ્થાને આવે છે.
શખેશ્વરનું મૂળ નામ શંખપુર હતું. ભગવાન શ્રીકૃષ્ણે જરાસંઘને હરાવ્યા પછી તેમનો વિજ્યશંખ અહીંથી ફૂંક્યો હતો, તેથી તેનું નામ શંખપુર પડ્યું તેવી માન્યતા પ્રચલિત છે. પ્રાચીન ગ્રંથોમાં પણ એનો શંખપુર નામે ઉલ્લેખ છે. એક દંતકથા એવી પણ છે કે જરાસંઘ અને શ્રીકૃષ્ણની વચ્ચે થયેલા યુદ્ધના સમયે જરાસંઘે શ્રીકૃષ્ણની સેના પર જરા ફેંકી ત્યારે અહીંની પ્રતિમાજીનું ન્હવણજળ સેના પર છાંટી જરાનો ઉપદ્રવ શાંત કરવામાં આવ્યો હતો. એક બીજી એવી કિંવદંતી છે કે ભગવાન શ્રીકૃષ્ણે જરાસંઘને હરાવ્યા પછી અહીં શંખ ફૂંક્યો હતો અને શંખ ફૂંકવાથી પાતાળમાંથી પ્રતિમા મળી આવી હતી. આથી, આ યાત્રાનું સ્થળ શંખેશ્વર તરીકે ઓળખાય છે. આના આધારે કોઇ જૈન મુનિએ, એક પ્રભાતિયું લખ્યું છે. જેમાં નીચે મુજબ ચાર પંક્તિઓ આવે છે ઃ
"ભીડ પડી જાદવા, જોર લાગી જરા તત્ક્ષણે ત્રિકમે તુજ સંભાર્યો;
પ્રગટ પાતાળથી પલકમાં તેં પ્રભુ ભક્તજન તેહનો ભય નિવાર્યો.
એ લખવું અયોગ્ય નહિ ગણાય કે જૈનોના બાવીસમા તીર્થંકર નેમિનાથ ભગવાન શ્રીકૃષ્ણના નજદીકના પિતરાઈ ભાઈ હતા. જ્યારે તીર્થંકર પાર્શ્વનાથ ત્રેવીસમા તીર્થંકર હતા. તો ભગવાન શ્રીકૃષ્ણનો તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ સાથે કઈ રીતે સંબંધ હોઈ શકે ? આનો જવાબ એમ હોઈ
૪૫
Page #72
--------------------------------------------------------------------------
________________
શકે કે તીર્થંકર નેમિનાથ અને તીર્થંકર પાર્શ્વનાથની વચ્ચે સમયનું અંતર ઘણું ઓછું હશે. અગર જે પ્રતિમા નીકળી તે બીજા કોઈ તીર્થકરની હશે, અને પાર્શ્વનાથની પ્રતિમા પાછળથી પ્રસ્થાપિત કરવામાં આવી હશે.
આ સિવાય, જૈનશાસ્ત્રોમાં અહીંયાં બનેલા અનેક રાત્મકારોનો ઉલ્લેખ છે. આ માન્યતાને આધારે આજે પણ અહીં દરરોજ હજારો ભક્તજનો આવે છે. એક ગણતરી મુજબ એમ માનવામાં આવે છે કે પ્રતિ વર્ષ અહીં જૈન અને જૈનેતરો મળીને લગભગ ત્રણ લાખ યાત્રાળુઓ આવે છે. અહીં ભગવાનની મૂર્તિનાં દર્શન કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા છે.
દર સાલ કાર્તિક પૂનમ, માગશરવદ દસમ અને ચૈત્રી પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે. ત્યારે અસંખ્ય યાત્રાળુઓ આવે છે અને પૂજા સેવા કરીને કૃતકૃત્યતા અનુભવે છે.
જૈન ગ્રંથમાં એવો ઉલ્લેખ મળે છે કે પ્રાચીન કાળમાં અષાઢી નામના એક શ્રાવકે શંખેશ્વરમાં જૈન તીર્થકરોની પ્રતિમાઓને સ્થાપિત કરી હતી. આમ, શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાનો ઈતિહાસ અતિ પ્રાચીન છે. ત્યાર પછીના ઈતિહાસમાં એવો ઉલ્લેખ મળે છે કે સિદ્ધરાજ જ્યસિંહના મહામંત્રી સર્જનશાહે વિક્રમ સંવત ૧૧૫૫માં આ તીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો. એ સમયે શંખેશ્વર એની જાહોજલાલીની પરાકાષ્ટાએ હતું.
ત્યારબાદ વિક્રમ સંવત ૧૨૬૮માં ગુજરાતના જાણીતા મંત્રી, વસ્તુપાલ અને તેમના ભાઈ તેજપાલે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને બાવન જિનાલયની દેરીઓ ઉપર સુવર્ણ કળશ ચઢાવ્યા હતા.
ઈ.સ.ની ૧૪મી સદીમાં અલ્લાઉદ્દીન ખિલજીએ મૂળ જૈન મંદિરને તોડી નાંખ્યું હતું. દંતકથા મુજબ, પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બચાવી લેવામાં આવી હતી, અને તેને કચ્છમાં લઈ જઈ દાટી દેવામાં આવી હતી.
ત્યારબાદ ઈ.સ. ૧૬૫ માં મોગલ બાદશાહ શહાજહાઁએ શંખેશ્વર ગામ અમદાવાદના નગરશેઠ શ્રી શાંતિદાસજીને વાર્ષિક રૂ. ૧૦૫૦ના દરે ભાડેથી આપ્યું હતું.
ANING ૪૬ NNNNNNNEWS
Page #73
--------------------------------------------------------------------------
________________
આ તીર્થનો ત્યારબાદ વારંવાર જીર્ણોદ્ધાર થયાના ઉલ્લેખો મળી આવે
બાવન જિનાલય મંદિરમાં દરેક દેવકુલિકાઓ શિખરબંધી છે અને આથી મંદિર ભવ્ય અને મનોહર લાગે છે. મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ, પદ્માસનસ્થ અને શ્વેતવર્ણી છે. પ્રતિમા સુંદર અને આકર્ષક છે. બાવન જિનાલય મંદિરની દેવકુલિકાઓ ઉપરની ઘંટડીઓનો રણકાર ઘણો મધુર અને સંગીતના સૂરો જેવો કર્ણપ્રિય લાગે છે.
મંદિરની પાસે પ્રાચીન મંદિરના અવશેષો પડેલા છે. મંદિરની બાજુમાં રામજી મંદિર અને નિલેષ્ઠ મહાદેવનાં મંદિરો આવેલાં છે.
શંખેશ્વર તીર્થસ્થાન, હારીજ સ્ટેશનથી પાંત્રીસ કિલોમીટર અને પંચાસર સ્ટેશનથી આઠ કિલોમીટરના અંતરે આવેલું છે. આજે તો ગુજરાતના ઘણાં સ્થળોથી બસ અને મોટર દ્વારા પણ આ તીર્થસ્થાન સંકળાયેલું છે. પચાસ વર્ષ પહેલાં તો યાત્રાળુઓ સંઘ કાઢી હારીજથી ગાડા મારફતે યાત્રાએ જતા હતા ત્યારે યાત્રાનું મહત્ત્વ પણ ઘણું હતું અને યાત્રા પણ રોમાંચક લાગતી હતી.
શંખેશ્વરની યાત્રાધામ તરીકેની મહત્તાને અનુરૂપ અહીં લગભગ બધા જ પ્રકારની સગવડતાવાળી છ ધર્મશાળાઓ છે.
હારીજ અને સમીના રસ્તેથી આવતાં પ્રથમ એકસો આઠ પાર્શ્વનાથ ભગવાનની દેવકુલિકાઓવાળું હમણાં થોડા સમય પહેલાં બનાવવામાં આવેલું મંદિર આવે છે. મંદિરમાં હજી કામ ચાલુ છે. મૂળ મંદિરની પ્રતિષ્ઠા બે એક વર્ષ પહેલાં કરવામાં આવી હતી. મંદિર વિશાળ અને ભવ્ય છે.
મંદિરના ગર્ભગૃહમાં ભગવાન પાર્શ્વનાથની શ્વેતવર્ણની પદ્માસનસ્થ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મૂળ મંદિર અને તેને ફરતી ૧૦૮ દેરીઓ આરસ પહાણના પત્થરની બનાવેલી છે. પણ તેનાં શિખરો રેતિયા પીળા પત્થરમાં બનાવેલાં છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
એકસો આઠ દેવકુલિકાઓમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓમાં ભારતભરમાં આવેલાં જૈન મંદિરોમાં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાઓની પ્રતિકૃતિઓ છે. તેમાં કોઈ શ્યામવર્ણની, કોઈ શ્વેતવર્ણની અને કોઈ પંચધાતુની પ્રતિમાઓ છે.
આખું મંદિર આરસપહાણના પત્થરમાં બનાવેલું છે. શિખરો અને ઘુમ્મટો પીળા અને લાલ રેતિયા પત્થરનાં બનાવેલાં છે. મંદિરનો સભામંડપ વિશાળ છે અને શિખરની ઊંચાઈ સારા પ્રમાણમાં છે.
મંદિરની નજદીક ધર્મશાળા અને રહેવાની વ્યવસ્થા છે.
આ મંદિરથી થોડે દૂર આગળ જતાં આરસપહાણના પત્થરમાં બનાવેલું આગમ મંદિર આવે છે. આગમ મંદિરના મધ્યભાગમાં એક મંદિર છે. જેમાં આરસ પહાણના પત્થરમાં બનાવેલું ગર્ભગૃહ, સભામંડપ અને રંગમંડપ આવેલાં છે. સભા મંડપની છત રેતિયા પત્થરની બનાવેલી છે, પણ તેમાં આબુના દેલવાડાના જેવું કોતરકામ છે. મૂળ મંદિરની ચારે તરફ સ્ટીલના ગ્લેઝવાળા ત્રાંબાના પતરાંમાં જૈનોના પીસ્તાલીસ આગમો કોતરાવીને આ પતરાંઓ ભીંતમાં જડવામાં આવ્યાં છે. આની વચમાં તીર્થકરોની પ્રતિમાઓવાળી છ દેરીઓ બાંધવામાં આવી છે. આ બધી દેરીઓ, તેના થાંભલાઓ, અને એની ફરસ, આરસપહાણના પત્થરથી બનાવવામાં આવ્યાં છે.
આ આગમ મંદિરમાં પેસતાં આગળના ભાગમાં ડાબી બાજુએ મણિભદ્રની દેરી અને જમણી બાજુએ ગુરૂદેવની દેરીઓ બનાવવામાં આવી છે. આ બન્ને દેરીઓ પણ આરસ પહાણના પત્થરમાં બનાવવામાં આવી છે.
અગાઉ ઉલ્લેખ કરેલ શંખેશ્વર પાર્શ્વનાથનું અસલ મંદિર ગામની મધ્યમાં આવેલું છે. અગાઉ આ બાવન જિનાલયની દેવકુલિકાઓની છતો અને શિખરો આરસના પત્થરમાં ન હતાં. તે હાલ આરસ પહાણના પત્થરોમાં બનાવવામાં આવી રહેલ છે. આ સિવાય આખું મંદિર આરસના પત્થરમાં બનાવેલું છે.
NIOS
૪૮
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રી તારંગા તીર્થ
તારંગા એ ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું જૈનોનું ઘણું જાણીતું તીર્થધામ છે. તે બારસો ફૂટ ઊંચા પર્વત પર આવેલું છે.
શ્વેતાંબર જૈન ગ્રંથોમાં એનાં પ્રાચીન નામો, તારઉર, તારાવરનગર, તારણગિરિ, તારણગઢ વગેરે આપવામાં આવ્યાં છે. બૌદ્ધ ધર્મીઓની માન્યતા પ્રમાણે, તેમની એક દેવીનું નામ તારા હતું તેના ઉપરથી આ પર્વતનું નામ તારંગા પડ્યું છે. ઇતિહાસ ગમે તે હોય, આજે તો તે સ્થળ જૈનોના એક મહત્ત્વના તીર્થધામ તરીકે જાણીતું છે.
હાલમાં જે મંદિર છે તે જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીની પ્રેરણાથી ગુર્જરી નરેશ શ્રી કુમારપાળ રાજાએ વિક્રમ સંવત ૧૨૨૧માં બંધાવ્યાનો ઉલ્લેખ મળી આવે છે. મંદિર એકસો પચ્ચીસ ફૂટ ઊંચું અને ત્રણ માળનું છે. વળી તે ભૂલભૂલામણીવાળું મંદિર છે. તેમાં મૂળનાયક જૈનોના બીજા તીર્થકર ભગવાન અજિતનાથની પ્રતિમા છે. એક સ્તવનમાં પણ ઉલ્લેખ છે. કે "તારંગે શ્રી અજિતનાથ, નેમ નમું ગિરનાર' પ્રતિમા ભવ્ય અને વિશાળ કાયાવાળી છે. તે એક જ શિલામાંથી કંડારાયેલી છે. પ્રતિમા પદ્માસનસ્થ અને શ્વેતવર્ણની છે.
બસો ત્રીસ ફૂટ લાંબા પહોળા ચોકની મધ્યભાગમાં આ મંદિર બાંધવામાં આવ્યું છે. તે એકસોને પચાસ ફૂટ લાંબુ અને ૧૦૦ ફૂટ પહોળું છે. મંદિરનો રંગમંડપ અને ચોક, ઘણાં વિશાળ છે. મંદિરનું સ્થાપત્ય અને તેમાં આવેલ શિલ્પ, પ્રાચીન અને આકર્ષક છે.
મંદિર, પ્રકૃતિથી વેરાયેલા સુંદર પર્વત પર આવેલું છે. વાતાવરણ શાંત હોઈને, આત્માને શાંતિ આપે છે. યાત્રીઓ માટે તે એક પવિત્ર યાત્રા સ્થળ છે જ્યારે પ્રવાસીઓ માટે તે આકર્ષક પર્યટનધામ બની રહે છે.
S ૪૯ NNNN
Page #76
--------------------------------------------------------------------------
________________
આ મંદિરનું શિખર, ચાર માળવાળું અને ગગનચુંબી છે. તે પીળા પત્થરોમાંથી બનાવેલ હોઈને, કલાત્મક અને આકર્ષક લાગે છે. એમ કહેવાય છે કે રાજા કુમારપાળે તો બત્રીસ માળનું શિખર બનાવ્યું હતું.
આ મંદિરના પટાંગણમાં બીજાં બે નાના મંદિરો છે
પહાડની આડમાં શ્વેતવર્ણનું દિગંબર મંદિર આવેલું છે. તે ખૂબ જ મનોરમ્ય લાગે છે.
પહાડ ઉપર આ મુખ્ય શ્વેતાંબર અને દિગંબર મંદિરો સિવાય બીજા ચાર શ્વેતાંબર મંદિરો અને પાંચ દિગંબર મંદિરો છે.
પર્વતનાં મંદિરોમાં ગણપતિની સુંદર મૂર્તિ છે. એમ કહેવાય છે કે અસલ મંદિરો સુપ્રસિદ્ધ રાજા વેણી વત્સરાજે બનાવ્યાં હતાં. આ પર્વતથી થોડે દૂર ગાઢ અરણ્યમાં તારણ માતાનું મંદિર આવેલું છે. ત્યાંથી થોડે દૂર ધારિણી માતાનાં દર્શન પણ થાય છે.
તારંગાથી તદ્ન નજીક, ધરોઈ આવેલું છે. ત્યાં સાબરમતી નદી પર વિશાળ બંધ બાંધીને એક જલાગાર બનાવવામાં આવ્યો છે. તે એક પિકનિકનું સ્થળ બની ગયું છે. અહીંથી ત્રીસ કિલોમીટરના અંતરે વડનગરમાં ગુર્જર સ્થાપત્ય શૈલીનું કલાત્મક તોરણ અને સુપ્રસિદ્ધ શર્મિષ્ઠા સરોવર અને હાટકેશ્વર મંદિર વગેરે સ્થળો આવેલાં છે. વળી અંબાજી પણ અહીંથી ત્રેપન કિલોમીટરના અંતરે આવેલું છે.
એક બીજો ઉલ્લેખ એવો મળે છે કે વિક્રમ સંવત ૧૨૮૪ના ફાગણ સુદ બીજને દિવસે શ્રી વસ્તુપાલ દ્વારા શ્રી નાગેન્દ્ર ગચ્છાચાર્ય શ્રી વિજ્યસેન સૂરિજીના શુભ હસ્તે આ મંદિરમાં બે ગોખલાઓમાં જૈનોના પહેલા તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ બન્ને પ્રતિમાઓ હાલ વિદ્યમાન નથી પણ શિલાલેખોવાળાં બન્ને આસનો વિદ્યમાન છે. વળી આ તીર્થનો વિક્રમ સંવત ૧૪૭૯માં શ્રી સોમ
૫૦
Page #77
--------------------------------------------------------------------------
________________
સુંદર સૂરિજીના શુભ હસ્તે ઉદ્ધાર કરાવ્યાનો ઉલ્લેખ પણ મળી આવે છે. છેલ્લો ઉદ્ધાર વિક્રમ સંવત ૧૬૪૨માં આચાર્ય શ્રી વિજ્યસેન સૂરિજીના શુભ હસ્તે કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. આ સિવાય ૧૩મી અને ૧૪મી સદીમાં બીજાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવ્યાનો તથા ગોખલા વગેરે નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ પણ મળે છે. આ બધા ઉલ્લેખો એવો નિર્દેશ કરે છે કે આ તીર્થ ઘણું પ્રાચીન હશે. વળી વિક્રમ સંવત ૧૨૪૧માં આચાર્ય શ્રી સોમપ્રભસૂરિજીએ લખેલ ‘કુમાર પ્રતિબોધ' નામક ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે વિક્રમ સંવતની પહેલી સદીમાં આચાર્ય શ્રી બપુટાચાર્યજીના ઉપદેશથી રાજા વત્સરાયે જૈન ધર્મ અંગીકાર કરીને શાસનાધિષ્ટાયી શ્રી સિદ્ધાયિકા દેવીનું અહીંયા મંદિર બંધાવ્યું હતું.
આ શ્વેતાંબર મંદિરની દિશામાં એકાદ કિલોમીટરના અંતરે કોટિશિલા નામે એક સ્થળ છે. એમ કહેવાય છે કે અહીંયાથી અનેક મુનિઓ ઘોર તપશ્ચર્યા કરીને મોક્ષે સિદ્ધાવ્યા છે. આ સ્થળને અહીંની પહેલી ટૂક કહેવામાં આવે છે. અહીંથી પૂર્વ દિશામાં એક કિલોમીટરના અંતરે મોક્ષબારી નામે બીજી ટૂક આવે છે. એને પુણ્યબારી પણ કહે છે. અહીંયા દેરી આવેલી છે. જેમાં અજિતનાથ ભગવાન વગેરેની પ્રાચીન ચરણપાદુકાઓ છે. દેરીમાં પરિકરયુક્ત યાને મૂર્તિના મુખની આસપાસ ફરતા કીતરકામવાળી ભગવાનની પ્રતિમા છે.
અહીંથી વાયવ્ય દિશામાં એક કિલોમીટરના અંતરે એક ત્રીજી ટૂક આવે છે. તેને સિદ્ધશિલા ટૂક કહે છે. અહીં દેરીમાં ચૌમુખી તેમજ અજિતનાથ ભગવાનની પાદુકાઓ છે.
તળેટીથી નજીકનું સ્ટેશન તારંગા હિલ છે. તે તળેટીથી પાંચ કિલોમીટર દૂર છે અને મહેસાણા-તારંગા રેલ્વે માર્ગનું છેલ્લું સ્ટેશન છે. તારંગા હિલથી ખેરાળુ લગભગ (૨૪) ચોવીસ કિલોમીટ૨, વિસનગર (૫૧) એકાવન કિલોમીટર અને મહેસાણા લગભગ બોંતેર (૭૨) કિલોમીટર દૂર છે. ત્યાંથી બસ અને ટેક્સીની
૫૧
Page #78
--------------------------------------------------------------------------
________________
સગવડ છે. અને પહાડ સુધી પાકો રસ્તો છે. પહાડ પરનું ચઢાણ એક કિલોમીટર છે.
તારંગા હિલ સ્ટેશન પાસે રહેવા માટે શ્વેતાંબર તેમજ દિગંબર પંથીઓની ઘર્મશાળાઓ છે. ત્યાં વાસણો, પાણી, વીજળી વગેરેની સગવડ છે. પહાડ ઉપર નવી ઘર્મશાળા છે, જ્યાં બધીજ સગવડ મળી રહે છે. વળી શ્વેતાંબરપંથીઓની શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ભોજનાલયની પણ વ્યવસ્થા છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
મહુડી તીર્થ શ્રી ઘંટાકર્ણ મહાવીર
તીર્થંકર શ્રી પદ્મપ્રભુ અને શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ
મહુડી ગુજરાત પ્રાંતના મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું જૈનોનું, ઘણું જ જાણીતું તીર્થધામ છે. પ્રાચીન કાળમાં આ ક્ષેત્ર ખડાયત્ તરીકે જાણીતું હતું. પ્રાચીન સમયમાં તેને મધુમતી પણ કહેતા હતા. આજે તે મહુડી યાને મધુપુરી તરીકે ઓળખાય છે.
આ ક્ષેત્રમાં ભૂગર્ભમાંથી જૈન તીર્થંકરોની પ્રતિમાઓ તથા કેટલાક કલાત્મક અવશેષો મળી આવ્યા છે. તેના પરથી એમ પ્રતીતિ થાય છે કે અહીં બે હજાર વર્ષ પહેલાં જૈન મંદિરો હશે અને જૈન શ્રાવકોની સારી એવી વસતી હશે. વળી પંચધાતુમાંથી નિર્માણ કરેલી એક પ્રતિમા ૫૨ બ્રાહ્મી લિપિમાં લખેલા લેખોથી પણ એમ પ્રતિપાદન થઈ શકે કે આ પ્રતિમા બે હજાર વર્ષ પૂર્વેની હશે અને અહીં બે હજાર વર્ષ પહેલાં જૈન મંદિરો હશે.
અહીં જૈનોના છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુ ભગવાનનું, એક ઘણું જ સુંદર મંદિર છે. મૂર્તિ શ્વેતવર્ણની અને પદ્માસનસ્થ છે. મંદિર વિશાળ અને ભવ્ય છે. મંદિરમાં તીર્થાધિરાજ શ્રી પદ્મપ્રભુ ભગવાનની, પ્રાચીન મનમોહક પ્રતિમા છે. આ પ્રતિમાને વિક્રમ સંવત ૧૯૭૪માં આચાર્યદેવ શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજના કરકમલો દ્વારા ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.
આ મંદિરની પાસે ચોવીસ દેવકુલિકાઓનું મંદિર છે. પાસે ઘંટાકર્ણ મહાવી૨નું તથા શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીનું ગુરૂ મંદિર પણ છે.
મહુડીથી દોઢ કિલોમીટરના અંતરે સાબરમતી નદીને કિનારે એક ટેકરી પર કોટયાર્ક વૈષ્ણવ તીર્થ આવેલું છે. અહીં પણ અનેક યાત્રીઓ આવે છે. આ મંદિરમાં અનેક કલાપૂર્ણ પ્રતિમાઓ અને અવશેષો છે. આમાં એક પંચધાતુની રેડિયમ નેત્રવાળી જટાયુક્ત શ્રી શાંતિનાથ
૫૩
Page #80
--------------------------------------------------------------------------
________________
ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમા છે. આથી તેને કેશરીયાજી ભગવાન પણ કહે છે. મૂર્તિ ઘણી મનમોહક અને આકર્ષક છે. એની બાજુમાં બીજી ટેકરી ઉપર જૈન મંદિરના અવશેષો છે, તેમાં જૈનોના બીજા તીર્થંકર શ્રી અજિતનાથ ભગવાનની કાર્યોત્સર્ગ મુદ્રામાં શ્વેતવર્ણ પ્રતિમા છે. તેના ઉપર મહિકાવતી નગરીનો લેખ કોતરવામાં આવ્યો છે. મહુડીથી ત્રણ કિલોમીટરના અંતરે ખડત ગામમાં નદીના કિનારે કોટ્યાર્કના સૂર્ય મંદિરના અવશેષો છે.
અહીં છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભુનું મનોહર મંદિર હોવા છતાં, આ સ્થળની મહત્તા ઘણા જ ચમત્કારિક ગણાતા શ્રી ઘંટાકર્ણ મહાવીરના મંદિરને લીધે છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવ તે બાવન વીર પૈકીના ત્રીસમાં વીર છે અને જૈન ધર્મીઓની માન્યતા પ્રમાણે તેઓ શ્રી જૈનશાસનના રક્ષક વીર ગણાય છે.
જૈનોની માન્યતા પ્રમાણે શ્રી ઘંટાકર્ણ મહાવીર ચોથા ગુણ સ્થાનવાળા દેવ હોઈને તે ગૃહસ્થ જૈન શ્રાવકના સમકિતી બંધુ મનાય છે. આથી જૈનો તેમની આગળ સુખડી ધરીને તે સુખડી ખાય છે. ઘંટાકર્ણ વીર શ્રાવક હોવાથી, જેમ એક શ્રાવક બીજા શ્રાવકનું અન્ન ખાય છે, તેમ ઘંટાકર્ણ વીર શ્રાવક હોઈને તેમને ધરેલી સુખડી શ્રાવકો ખાય છે. ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હતી. તેથી સુખડી ધરીને ખાવાનો રિવાજ ઊભો થયો છે. આની સાથે એક એવી પણ માન્યતા ઊભી થઈ છે કે દરેક યાત્રાળુઓએ ધરેલી સુખડીનો ત્યાં જ ઉપભોગ કરવો જોઈએ. ત્યાંથી સુખડી બહાર લઈ જવી તેને અશુભ માનવામાં આવે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જૈન ધર્મીઓ, મંદિરમાં ધરેલા નૈવેદ્યનો પ્રસાદ તરીકે ઉપભોગ કરતા નથી. નૈવેદ્ય પૂજારી લઈ જાય છે. વળી તેમની માન્યતા પ્રમાણે અહીં શ્રી ઘંટાકર્ણ મહાવીર પ્રત્યક્ષ અને ચમત્કારિક છે અને જૈનધર્મમાં શ્રદ્ધા રાખતા જૈનોને સહાય પણ કરે છે.
ઘંટાકર્ણ મહાવીર પૂર્વભવમાં જંબુદ્વીપમાં આર્યક્ષેત્રમાં તુંગભદ્ર નામે ક્ષત્રિય રાજા હતા. સાધુઓ, ધર્મી આત્માઓનું અને સતીઓનું લૂંટારાઓ
IS ૫૪ SS
Page #81
--------------------------------------------------------------------------
________________
તથા જંગલી પ્રાણીઓથી બચાવ કરવામાં તેમનું જીવન વિતાવતા હતા. વળી કુંવારી કન્યાઓના શિયળનું પણ રક્ષણ કરતા હતા. તેઓ ધનુષ્યબાણ વડે દુષ્ટો જોડે યુદ્ધ કરી તેમને હરાવતા. તેઓ ઘણા શૂરવીર હતા. તેથી તે મરણ પામીને ઘંટાકર્ણ મહાવીર દેવ નામે દેવભૂમિમાં સમક્તિ દેવ થયા, અને બાવન વીરોમાં તેમની ગણના થઈ. આ બાવન વીરો સર્વના ભલાના રક્ષક હોઈને, તેમને જૈન, હિંદુ, બૌદ્ધ વગેરે ધર્મવાળા માને છે અને પૂજે છે. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્યબાણ હતાં, તેથી હાલની તેમની મૂર્તિ હાથમાં ધનુષ્યબાણ સહિતની છે.
અહીંયા દર વર્ષે આસો વદ ૧૪ના દિવસે ખૂબ ધામધૂમથી વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, અસંખ્ય યાત્રાળુઓ અહીં આવે છે અને ઘંટાકર્ણ મહાવીરના મંદિરમાં જૈન ધર્મની વિધિ પ્રમાણે હવન કરે
જૈન પૂર્વાચાર્યોએ મંત્રપ્રવાદપૂર્વમાંથી અનેક મંત્રોનો અને વિદ્યાઓનો અભ્યાસ કરીને મંત્રકલ્પ શાસ્ત્રોની રચના કરી છે. હાલમાં જૈનશાસ્ત્રમાં અનેક પ્રકારના મંત્રકલ્પ અસ્તિત્વમાં છે. ઉવસગ્ગહર મંત્ર કલ્પ, શાંતિનો મંત્રકલ્પ, મોટી શાંતિનો મંત્રકલ્પ, સંતિકરમનો મંત્રકલ્પ, ત્રિજ્યપહત્ત નમિઉણનો મંત્રકલ્પ, ભક્તામરનો મંત્રકલ્પ અને ઋષિમંડળનો મંત્રકલ્પ. જૈન શાસ્ત્રોમાં, જૈનોના સોળ સંસ્કારના મંત્રો છે.તે મંત્રપ્રવાદ નામના પૂર્વમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. જૈનાચાર્યો સૂરિમંત્રની આરાધના કરે છે અને સૂરિમંત્ર યંત્રને પૂજે છે. ઉપાધ્યાયો વર્ધમાન વિદ્યાની આરાધના કરે છે અને શ્રાવકો ઋષિમંડલ મંત્રની આરાધના કરે છે.
અષ્ટોત્તરી સ્નાત્ર, શાંતિ સ્નાત્ર અને લઘુશાંતિ સ્નાત્રની રચના શ્રી હીરવિજય સૂરીશ્વરજીના સમયમાં કરવામાં આવી હતી. તેમાં નવગ્રહપૂજન, દશ દિગ્ગાલ પૂજન, ચોવીસ તીર્થંકરોના યક્ષ-યક્ષિણીઓના મંત્ર તથા તેઓનું પૂજન છે અને નવગ્રહાદિકને નૈવેદ્ય ધરવા વગેરેની માહિતી છે. પ્રતિષ્ઠા મંત્રકલ્પમાં ઘંટાકર્ણવીરની મંત્ર-યંત્રવાળી થાળી અને
STS ૫૫
Page #82
--------------------------------------------------------------------------
________________
સુખડી ધરાવવાની વિધિનો ઉલ્લેખ છે.
પૂર્વાચાર્યો અને મુનિવરોએ પ્રતિષ્ઠા કલ્પમાં ઘંટાકર્ણ વીરની સહાયતાની માન્યતાને સ્વીકારેલ છે. આથી જૈનો તેમના પૂર્વાચાર્યો અને મુનિવરોની માન્યતાને આધારે ઘંટાકર્ણ વીરને શાસન રક્ષક તરીકે માને છે. | સર્વદર્શન ધર્મશાસ્ત્રોમાં મંત્રશાસ્ત્ર એક વિભાગ છે. તેને સર્વદર્શન ધર્મવાળાઓ શ્રદ્ધાથી માન્ય કરે છે. જૈનો જૈનમંત્ર શાસ્ત્રોને અને શાસન દેવોના મંત્રોને માન્ય કરે છે. અને જૈન શાસનના અધિષ્ઠાયક વીર, દેવ, યક્ષ વગેરેને માને છે, અને પૂજે છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે તે સમ્યદ્રષ્ટિ જૈન ધર્મી દેવતાઓ છે. તેઓને જૈન સાઘર્મિકબંધુ દેવ તરીકે માને છે. આથી જૈનોનાં બધાં જૈન મંદિરોમાં, મૂળનાયક તીર્થંકરના યક્ષ યક્ષીણી, દેવદેવીઓનું સ્થાપન હોય છે, અને તીર્થકરોની પ્રતિમાની નીચે દેવીઓ હોય છે.
જૈન શાસ્ત્રના આધારે, જૈનો ચાર પ્રકારના દેવોને માને છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક, એ ચાર પ્રકારના દેવોમાં કેટલાક સમક્તિ હોય છે તો કેટલાક મિથ્યાત્વી હોય છે. ચોસઠ ઈન્દ્રો તો સમક્તિી હોય છે. જૈન ધર્મની માન્યતા પ્રમાણે બાવન વીરો અને ચોસઠ યોગિનીઓ પૈકી કંઈ વીરો અને યોગિનીઓને જૈન મુનિઓએ મંત્રથી પ્રત્યક્ષ કરી તેમને બોધ આપી જૈન ધર્મની શ્રદ્ધાવાળા કરીને જૈન શાસન રક્ષક તરીકે સ્થાપ્યા છે. તેઓ સ્વધર્મી શ્રાવકોને પ્રસંગોપાત યથાશક્તિ મદદ કરી શકે છે તેમ પણ જૈનોનું માનવું છે. વળી, જૈનોની માન્યતા પ્રમાણે શ્રીઘંટાકર્ણ વીરદેવને પણ જૈન આચાર્યોએ મંત્રથી આરાધીને તેમને પ્રત્યક્ષ કરી જૈન ધર્મનો બોધ આપીને સમક્તિ બનાવીને, જૈન પ્રતિષ્ઠા વિધિમંત્રમાં દાખલ કર્યા છે; અને આથી જૈનો ઘંટાકર્ણ વીરને ધૂપ-દીપ, નૈવેદ્ય ધરે છે અને તેમનો જાપ કરે છે. .
જૈન મુનિઓ, યતિઓ, શ્રી પૂજ્યો અને શ્રાવકો ઘંટાકર્ણ વીરનો મંત્ર આરાધે છે, અને તેનો જપ કરે છે. કેટલાક યતિઓએ ઘંટાકર્ણ
Page #83
--------------------------------------------------------------------------
________________
વરના મંત્રથી સર્પ, વીંછી વગેરેના વિષ ઉતાર્યાના દાખલાઓ હોવાનું કહેવાય છે.
ઘંટાકર્ણ વીરને, નવગ્રહોની પેઠે, જૈનો અને હિંદુઓ બન્ને માને છે અને તેની આરાધના કરે છે. સાચા અને સાત્વિક વૃત્તિવાળા જૈનો બાધા આખડી વિના દેવ-દેવીઓના અને ઘંટાકર્ણવીરના મંત્રોના જાપ કરે છે, અને દેવ, ગુરૂ, ઘર્મની આરાધના કરે છે.
જૈનશાસ્ત્રોમાં દેવોની, યક્ષોની અને વિરોની સહાયતા મળવાના ઘણા દાખલાઓ મળી આવે છે. વળી, કોઈ જૈન તીર્થોમાં ચમત્કારી બનાવો બન્યાની કિંવદંતીઓ છે. અરિહંત તીર્થકરો નિરંજન, નિરાકાર અને વીતરાગી અર્થાત્ રાગદ્વેષ રહિત હોઈને, તેઓ ભક્તોને સહાય કરવા આવી શકે નહીં અને આવતાં હોતા નથી. એટલે તેવા ચમત્કારો, તીર્થકરોના ભક્ત રાગી શાસનદેવ કરતા હશે તેમ માનવું યોગ્ય ગણી શકાય.
મહુડીથી નજદીકનું સ્ટેશન પીલવાઈ રોડ પાંચ કિલોમીટરના અંતરે અને વિજાપુર દસ કિલોમીટરના અંતરે કલોલ વિજાપુર રેલ્વે માર્ગ પર આવેલાં છે. બસ અને ખાનગી વાહનો પણ મહુડી સુધી જાય છે. ગાંધીનગર, મહેસાણા, વિસનગર તથા માણસા નજદીકનાં મોટાં ગામ છે. ગાંધીનગર પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે. મહુડીમાં રહેવા માટે ધર્મશાળા છે, જ્યાં બધાં જ પ્રકારની અદ્યતન સગવડ છે. એક * બીજી ધર્મશાળા છે જેમાં બ્લોક સિસ્ટમની સગવડ છે. કોટયાર્ક વૈષ્ણવ તીર્થમાં પણ ધર્મશાળાઓ છે અને રહેવા જમવાની વ્યવસ્થા છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
પાટણ : જીનાલયોનું નગર
પાટણ એ અતિ પ્રાચીન અને ભારતમાંના સુપ્રસિદ્ધ નગરોમાંનું એક નગર છે. નવમા સૈકાની શરૂઆતથી ચૌદમા સૈકાના મધ્યભાગ સુધી લગભગ સાડા પાંચ સૈકા સુધી એ ગુજરાતનું પાટનગર હતું.
પાટણ શહેર ગુજરાતના રાજા વનરાજા ચાવડાએ વસાવ્યું હતું. તેનું વાસ્તુવિધાન જૈન મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવ્યું હતું. વનરાજ ચાવડાના મદદગાર, ગાયોના ચારનાર અણહિલ નામના એક ભરવાડે આ જગાને શુકનવંતી માનીને વનરાજ ચાવડાને અહીં પાટણ શહેર વસાવવા જણાવ્યું. અહિલે આ જગા ઉપર, બળવાન કૂતરાની સામે એક શિયાળને થતાં જોયું અને તેને આ જગા શુકનવંતી લાગી.
વનરાજે અણહિલના કહેવા મુજબ આ જગાએ પાટણ શહેર વસાવ્યું અને અણહિલ ભરવાડના નામ ઉપરથી તેનું નામ અણહિલપુર પાટણ આપ્યું.
પાટણ એ ઐતિહાસિક નગર અને ગુજરાતની જૂની રાજધાનીનું શહેર માત્ર ન હતું પણ તે સંસ્કૃતિનું અને જૈનોનું, યાત્રાનું ધામ પણ હતું. ગુજરાતમાં અમદાવાદની સાથે સાથે, પાટણે તેની સંસ્કારિતા, કલા જીવનની ભાવનાઓ અને આચાર વિચારોના વિકાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
વળી આર્થિક અને વ્યાપારી દ્રષ્ટિએ પણ પાટણે ગુજરાતને વિકસાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. એક સમયે એ ભારતવર્ષમાં ઘણું સમૃદ્ધિવાન નગર હતું, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના રાજ્ય દરમિયાન એ જાહોજલાલીની ટોચ પર પહોંચ્યું હતું.
પાટણનાં પ્રાચીન મંદિરો અને મહાલયો તો આજે ભસ્મીભૂત થઈ
૫૮
Page #85
--------------------------------------------------------------------------
________________
ગયેલાં છે, અને તેનો પત્તો પણ નથી, છતાં તેની નામાવલિ જોતાં તે પાટણની જાહોજલાલી અને સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. વળી પાટણના ઘડવૈયાઓની નામાવલિ પણ પાટણના ગૌરવકાળના ઈતિહાસની સ્મૃતિ તાજી કરે છે. તેમાં મુંજાલ મહેતા, આશુક, સજ્જન, ઉદયન, સોમ, આબડ, યશોધવલ, ડામર, વિમળશા, વસ્તુપાળ, તેજપાલ વગેરેનાં નામો ગણાવી શકાય. તેના રાજ્યકર્તાની નામાવલિ પણ એટલી જ ગૌરવશાળી છે. તેમાં વનરાજ ચાવડો, મૂળરાજ, ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરેનાં નામો ગુજરાતના ઈતિહાસમાં અગ્રસ્થાને છે. એ કાળમાં પાટણે અહીંસા, લક્ષ્મી અને સરસ્વતીના ત્રિવેણી સંગમનું ગૌરવ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
પાટણમાં ઘણાં મોટા પ્રમાણમાં જૈન મંદિરો છે. આથી તે જીનાલયોનું નગર અને જૈનોનું યાત્રાધામ બની ગયું છે. પાટણ અને તેની નજદીક ચૌદ કિલોમીટરના અંતરે ચારૂપમાં આવેલ મંદિરની યાત્રાએ જૈનો ઘણી મોટી સંખ્યામાં જાય છે. કોઈ કોઈ મંદિરો ભવ્ય, વિશાળ અને સ્થાપત્ય અને શિલ્પકળાના અજોડ નમૂનારૂપ છે. તેમાં પંચાસરા પાર્શ્વનાથનું બાવન જીનાલય મંદિર મુખ્ય છે.
૧૪મી સદીમાં મુસલમાન બાદશાહોએ પાટણ શહેરનો ધ્વંસ કર્યો હતો, ત્યારે પંચાસરા પાર્શ્વનાથ મંદિરનો પણ ધ્વંસ થયો હતો. ઈ.સ. ૧૩૬ થી ૧૩૬૮માં જ્યારે પાટણ ફરી વસાવ્યું, ત્યારે પંચાસરા પાર્શ્વનાથનું નવું મંદિર બંધાવીને તેમાં પંચાસરા પાર્શ્વનાથની પ્રતિમાને પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. ત્યારબાદ વખતોવખત મંદિરનો જીર્ણોદ્ધાર થતો રહ્યો, પણ પાંચ સૈકા બાદ સંવત ૧૯૯૮ની સાલમાં હાલ અસ્તિત્વમાં છે તે ગગનચુંબી વિશાળ મંદિર બાબુ પન્નાલાલના સુપુત્રે બાંધવા માટે ખાતમુહૂર્ત કરીને આ ભવ્ય, બેનમૂન કલાત્મક મંદિર બંધાવ્યું.
મુખ્ય મંદિરને ફરતી એકાવન દેરીઓ છે. આ દેરીઓમાં (૮૬) ક્યાસી જીનબિંબોની અંજન શલાકાવિધિ કરેલી મૂર્તિઓ
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રસ્થાપિત કરવામાં આવી છે. મંદિરનું પ્રવેશદ્વાર અતિશય આકર્ષક અને કલાત્મક છે. મંદિરના પ્રવેશદ્વાર પાસેના ગોખલાઓમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની અર્વાચીન મૂર્તિ છે. અને બાજુમાં વનરાજ ચાવડાની પ્રાચીન મૂર્તિ છે. ડાબી બાજુના ગોખલાઓમાં આશુક મંત્રીની પ્રાચીન મૂર્તિ અને બીજા ગોખલામાં પાર્શ્વનાથ ભગવાનના યક્ષ, પાર્શ્વની અને તેની સામેના ગોખમાં યક્ષિણી પદ્માવતીની મૂર્તિ છે. આ ઉપરાંત દેરીઓના મુખ આગળ બે ગોખમાં સરસ્વતીની બે પ્રાચીન મૂર્તિઓ અને દેરીઓના અંતભાગમાં બે ગોખમાં બે ક્ષેત્રપાલની પ્રાચીન મૂર્તિઓ છે.
પ્રદક્ષિણામાં આવેલી એકાવન દેરીઓ અને શ્રીગોડીજી પાર્શ્વનાથની પ્રદક્ષિણામાં આવેલ ૨૬ દેરીઓ મોટે ભાગે આરસપહાણના પત્થરોમાં બનાવેલી છે. બધી જ દેરીઓનાં દ્વારોમાં જૈન પ્રતિહારીનાં સ્વરૂપ, દિશા પ્રમાણે કોત૨વામાં આવ્યાં છે. દ્વારોનાં કમાડો ચાંદીના પતરાંથી મઢાવેલાં છે. ચાંદીના પતરામાં સુંદર અને કલામય નકશીકામ કરવામાં આવેલું છે.
મુખ્ય મંદિરને ફરતી દીવાલો ઉપર શિલ્પકળાથી ભરપૂર નકશીકામ કરવામાં આવેલું છે. તેમાં તીર્થંકરોના કલ્યાણકના પ્રસંગો, દેવ-દેવીઓ, દેવાંગનાઓ, દિક્પાલો, ગંધર્વો, કિન્નરો, યક્ષો વગેરેની મૂર્તિઓ કંડારવામાં આવી છે.
આ એક અદ્ભુત કલાકારીગરીવાળું સંપૂર્ણ બાવન જીનાલય મંદિર છે. તેનાં શિખરો ઉપર સુંદર શોભાયમાન કળશો કોતરવામાં આવ્યાં છે. શિખરો ઉપર ઊંચા ધ્વજદંડો છે. મંદ મંદ પવનમાં લહેરાતી ધજાઓ અને ધ્વજદંડની ઘંટડીઓનો મધુર રણકાર મંદિરની ભવ્યતા અને આકર્ષકતામાં ઉમેરો કરી ભક્તજનોની ભાવનાને ઉત્તેજીત કરે છે.
જૈનોની માન્યતા પ્રમાણે પંચાસરા પાર્શ્વનાથની પ્રતિમા અલૌકિક
Fo
Page #87
--------------------------------------------------------------------------
________________
અને ચમત્કારી છે. આ મંદિર જમીનની સપાટીથી લગભગ પંચોતેર ફૂટ ઊંચું હોઈને તેની ભવ્યતા અને વિશાળતામાં ઉમેરો કરે છે. તેનું કલામય શિખર, તેની ઉપરના ગવાક્ષો, ઘુમ્મટની અંદરની કોતરણી, તેનું મંડોવર અને તેના ઉપરનાં દેવ-દેવીઓ અને દેવાંગનાઓની કલામય મૂર્તિઓ, સુંદર નકશીકામવાળાં ચાંદીનાં પતરામાં મઢેલાં કમાડો વગેરે આ પ્રાસાદને, જૈન મંદિરોમાં એક અનોખી ભાત પાડતા મંદિરોની કોટિમાં મૂકી દે છે.
જીનાલયોની પાટણ તો જૈનપુરી ગણાવી શકાય. તેના મહોલ્લે મહોલ્લે જૈન મંદિરો છે. આ મંદિરોમાં જૈન ધર્મીઓની વિશિષ્ટ કલા, સ્થાપત્ય, શિલ્પ અને જૈન સંસ્કૃતિનાં દર્શન થાય છે. આજે પણ પાટણમાં પંચ્યાસી જેટલાં મુખ્ય મંદિરોમાં એકસોને ચોવીસ જુદાં જુદાં મંદિરો આવેલાં છે. આમાંનાં ઘણાં મંદિરો કલાના ભવ્ય નમૂનાઓ છે. તેમાં બે મંદિરો સહસ્ત્રકૂટ અથત એક હારને ચોવીસ પ્રતિમાઓથી પ્રસ્થાપિત થયેલાં છે. જૈન ધર્મ પ્રમાણે આ એક હજારને ચોવીસનો આંક નીચે મુજબ ગણવામાં આવે છે.
ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની ત્રણ ચોવીસીના એક ક્ષેત્રના બોંતેર તીર્થંકરો, આવા પાંચ ભરતક્ષેત્રના અને પાંચ ઐરાવત ક્ષેત્રના એટલે કુલ્લે દશ ક્ષેત્રના મળી ત્રણે કાળના ૭૨૦ તીર્થકરો. મહાવિદેહના બત્રીસ ગણતાં પાંચ મહાવિદેહના ૧૬૦, ચોવીસ તીર્થંકરોના પાંચ કલ્યાણકના એકસો વીસ, પાંચ મહાવિદેહમાં વિચરતા વિહરમાન વીસ તીર્થંકરો અને શાશ્વતા - ઋષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન મળી ચાર, આમ કુલ્લે ૭૨૦ + ૧૬૦ + ૧૨૦ + ૨૦ + ૪ મળી ૧૦૨૪ની સંખ્યા ગણવામાં આવે છે.
આ ઉપરાંત પાટણમાં બીજા ઘણાં કલાત્મક અને દર્શનીય મંદિરો છે. તેમાં શ્રી સ્વૈભણ પાર્શ્વનાથનું મંદિર, શ્રી મહાલક્ષ્મી માતાના પાડાનું મંદિર
SSSSSSSSSSSSSSSSS ૬૧ SSS
Page #88
--------------------------------------------------------------------------
________________
વગેરે ગણાવી શકાય.
વનરાજની માતાને જૈનાચાર્ય શ્રી શીલ ગુણસૂરિએ આશ્રય આપ્યો હતો. વનરાજ તેની બાલ્યાવસ્થામાં શ્રી શીલગુણસૂરિના આશીર્વાદ અને માર્ગદર્શનથી શૂરવીર બન્યો હતો. આથી જ્યારે વનરાજે પાટણ વસાવ્યું ત્યારે કૃતજ્ઞતાની ભાવનાથી પ્રેરાઈ તેણે પાટણમાં વનરાજ વિહાર નામનું ચૈત્ય બંધાવ્યું હતું અને પોતાના વતન પંચાસર ગામમાંથી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મંગાવી. શ્રી શીલગુણસૂરિના શુભહસ્તે ઈ.સ.૮૦૨માં મહામહોત્સવ ઉજવીને મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી અને ત્યારથી અહીં આવેલ મુખ્ય મંદિર પંચાસરા પાર્શ્વનાથ નામે તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયું.
વનરાજ જૈનધર્મનો અનુયાયી હતો. પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં પેસતાં જમણે હાથે એક ગોખમાં તેનીઆદમકદની આરસપહાણ પત્થરમાં કોતરેલી પ્રતિમા પણ છે. વનરાજના સમયમાં તેનું મંત્રીમંડળ અને પ્રજાનો વિશાળ સમુદાય પણ જૈનધર્મનો અનુરાગી હતો. વનરાજના સમયમાં પાટણ માત્ર જૈન ધર્મનું જ કેન્દ્ર નહિ, પણ આખા ગુજરાતના જૈનધર્મના સામ્રાજ્યની રાજધાનીનું નગર બની ગયું હતું.
પાટણમાં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ સહસ્ત્રલિંગ તળાવ અને રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ બંધાવેલ રાણકીવાવ સ્થાપત્ય અને શિલ્પકળાના અજોડ નમૂનાઓ છે.
સિધ્ધરાજ જયસિંહે જ્યારે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું ત્યારે એની ચારે બાજુ પાકા ઓવારા બાંધવામાં આવ્યા હતા અને તળાવની પાળ ઉપર હાર દેરીઓ હતી. એ દરેક દેરીમાં એકએક શિવલિંગ હતું. આથી તેનું નામ સહસ્ત્રલિંગ તળાવ પાડવામાં આવ્યું હતું. પુરાતત્ત્વવેત્તાઓએ એ તળાવનો ઘણો ભાગ ખોદી કાઢ્યો છે અને હજી ખોદકામ ચાલુ છે. અહીં એક પુલ મળી આવ્યો છે, તેના ઉપરથી એવો ખ્યાલ આવે છે કે તળાવના મધ્યભાગમાં કોઈ મંદિર હશે અને ત્યાં જવા માટે આ પુલ બાંધવામાં આવ્યો હશે.
Page #89
--------------------------------------------------------------------------
________________
ખોદકામ કરતાં આજે તળાવનો ઘણો ભાગ મળી આવ્યો છે અને તેના ઉપરથી ખ્યાલ આવે છે કે તળાવ કેટલું વિશાળ હશે. તેમાં ઊતરવા માટે ચારે બાજુ પગથિયાં છે, તેનો ભાગ પણ મળી આવ્યો છે. આ પગથિયાં પણ સીડીમાં ઊતરીએ તેવાં પ્રકારનાં છે. પાટણ સરસ્વતી નદીને કિનારે વસેલું છે. આ નદીનાં પાણી, નહેર વાટે તળાવમાં ઠાલવવા માટે વ્યવસ્થા હશે તેવો ખ્યાલ ખોદકામ કરતાં, પાણીને આવવા માટેનાં ગરનાળાઓ મળી આવ્યાં છે તેના ઉપરથી આવે છે.
આ એક હજાર શિવાલયોવાળું સહસ્ત્રલિંગ સરોવર પાટણવાસીઓનું પૂજાસ્થાન, વિદ્યાસ્થાન અને આનંદ-પ્રમોદનું સ્થાન હતું. સરોવરના કિનારે સંખ્યાબંધ વિદ્યામઠો હતાં. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ દર્શનશાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા. ત્યારે પાટણ વિદ્યાનું કેન્દ્રસ્થાન પણ હતું.
તળાવની પાસે રાણીનો મહેલ, જસમા ઓડણનું મંદિર અને રાણકીવાવ આવેલાં છે. વર્ષો પહેલાં તો રાણકીવાવ ઉપર એક ટેકરો હતો અને તે એક ખાડામાં દટાઈ ગઈ હતી. થોડા વર્ષો પહેલાં ખોદકામ કરતાં આ રાણકીવાવ અસલ હાલતમાં મળી આવી છે. જો કે દટાઈ જવાને કારણે તેનો ઘણો ભાગ તૂટી ગયો છે અને અંદરનું થોડું કોતરકામ નષ્ટ થઈ ગયું છે, છતાં આજે વાવના અંદરના પાંચ મજલા, ઝરૂખાઓ, વાવમાં ઊતરવાનાં વિશાળ પગથિયાં, તેમાં ચારે બાજુ કરવામાં આવેલું બેનમૂન કોતરકામ વગેરે અસલ હાલતમાં મળી આવ્યાં છે. તેની સ્થાપત્યકલા અને અંદરની શિલ્પકળા ઉત્કૃષ્ટ પ્રકારની છે. તેની કોતરણી અને શિલ્પ મોઢેરાના સૂર્યમંદિર, સિદ્ધપુર પાટણનો રૂદ્રમાળ અને વડનગરના તોરણની કોતરણી અને શિલ્પ સાથે સરખાવી શકાય તેવા ઉત્કૃષ્ટ પ્રકારનાં છે. તે નયનરમ્ય અને બેનમૂન છે અને તેની શૈલી બારમી સદીની સ્થાપત્ય અને શિલ્પનો ખ્યાલ આપે છે.
Av $3 Mill
Page #90
--------------------------------------------------------------------------
________________
આ વાવ પ્રજાને પાણીની સુવિધા થાય તેનો ખ્યાલ રાખી બંધાવવામાં આવી હતી. ભીમદેવ પહેલાએ ઈ.સ. ૧૦૨૨ થી ૧૦૬૬ સુધી રાજ્ય કર્યું હતું, એટલે આ વાવ એ ગાળા દરમ્યાન બાંધવામાં આવ હશે તેવું અનુમાન થઈ શકે. હજાર વર્ષ પછી પણ તેની ભવ્યતા વિશાળતા, તેનું સ્થાપત્ય અને એમાં કરવામાં આવેલું કોતરકામ અને શિલ્પકળા આજે પણ આકર્ષક અને આંખે ઊડીને વળગે તેવી બેનમૂન હાલતમાં છે.
ખોદકામ કરતાં વાવની બે તરફની પંદરથી વીસ મીટર જેટલી લાંબી ભીંતો મળી આવી છે. તેમાં વિવિધ પ્રકારનું કોતરકામ અને શિલ્પકળાની સજાવટ આજે પણ એટલાં જ મનમોહક અને આકર્ષક લાગે છે.
મૂળે, આ વાવ સાત મજલાવાળી હતી. આજે પાંચ મજલા મળી આવ્યા છે. વાવની ભીંતોના પ્રત્યેક માળે ઉત્તમ પ્રકારના શિલ્પવાળી, ગંધર્વો, કિન્નરો, અને નૃત્યાંગનાઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. આ ઉત્તમ પ્રકારના શિલ્પના નમૂનાઓ છે. તેમાં નારીનાં મિલન, પ્રેમીઓના વિરહ અને શૃંગારરસમાં તરબોળ નરનારીનાં દ્રશ્યો કોતરવામાં આવ્યાં છે. વળી, આંખે આંજણ આંજતી, હોઠને સળી વડે રંગતી, વિવિધ અલંકારો સજતી, સ્નાન કર્યા પછી વસ્ત્રપરિધાન કરતી, નવયૌવના સ્ત્રીઓની મૂર્તિઓ ઘણી આકર્ષક છે. શિલ્પકારોએ આ નવયૌવનાના મુખ ઉપર મુગ્ધતા, લજ્જા, વિસ્મયતા વગેરે ભાવોને, તેમના ટાંકણાઓ દ્વારા જીવંત રીતે ઉપસાવ્યા છે.
છેક ઉપરના મજલાના કઠોડે ઊભા રહીને આ વાવને નિહાળતાં અને તેમાં ડોકિયું કરતાં વાવના ઊંડાણનો ખ્યાલ આવે છે. દક્ષિણ ભારતનાં સ્થાપત્યોમાં જેમ તસુએ તસુ ભાગ ઉપર શિલ્પકળા પ્રદર્શિત કરવામાં આવે છે, તેમ આ વાવમાં અગિયારમી સદીના શિલ્પીઓએ વાવને શિલ્પકળાથી શણગારી છે. આવી ગહન ઊંડાણવાળી વાવમાં કરવામાં આવેલ શિલ્પકળા જોનારને આશ્ચર્યચકિત કરી મૂકે છે.
૪
Page #91
--------------------------------------------------------------------------
________________
આ વાવ જોતાં, ગુજરાતમાં ગાંધીનગરના રસ્તે જતાં આવેલ અડાલજની વાવનું દ્રશ્ય સ્મૃતિપટ ઉપર ખડું થાય છે. અડાલજની વાવ તો રાણકીવાવ પછી લગભગ સાડા ચારસોથી પાંચસો વર્ષ પછી બનાવવામાં આવી હતી. આ વાવ રાણકીવાવ જેટલી વિશાળ, ભવ્ય અને ઊંડી છે, તે પણ ઉત્તમ પ્રકારની શિલ્પકળાથી સભર છે. જો કે આ બન્ને વાવની સ્થાપત્ય શૈલીમાં ફરક છે.
ચારૂપ તીર્થ
ચારૂપ આજે તો નાનું ગામ છે. પણ સોલંકી કાળમાં એ મોટું નગર હશે અને ત્યારે ત્યાં જૈનોની વસતી પણ સારા પ્રમાણમાં હશે તેવું અનુમાન કરી શકાય.
ચારૂપનું મંદિર વિશાળ, ભવ્ય અને આકર્ષક છે. તેની તીર્થ તરીકેની મહત્તા મંદિરના મૂળનાયકની પ્રતિમા જે રીતે મળી, તેના ઈતિહાસને કારણે છે. શ્રી પ્રભાચંદ્રાચાર્યે સંવત ૧૩૩૪માં રચેલા "પ્રભાવક ચરિત્ર”માં તેનો નીચે મુજબ ઉલ્લેખ કર્યો છેઃ
“કાંતિનગરીનો ધનેશ શ્રાવક જ્યારે સમુદ્રમાં વહાણ દ્વારા મુસાફરી કરતો હતો ત્યારે સમુદ્રના અધિષ્ઠાયક દેવે તેનું વહાણ થોભાવી દીધું. તે વેપારીએ વ્યંતરના ઉપદેશથી તે દેવની પૂજા કરી અને તે ભૂમિમાંથી ત્રણ પ્રતિમાઓ બહાર કાઢીને, તેમાંથી એક ચારૂપ ગામમાં રાખીને તીર્થની પ્રતિષ્ઠા કરી.
બીજી પ્રતિમા પાટણમાં આવેલ શ્રી અરિષ્ટનેમિના મંદિરમાં સ્થાપિત કરી અને ત્રીજી ખંભાતમાં પ્રતિષ્ઠિત કરી. ચારૂપના જૈન મંદિરમાં એક ખંડિત પરિકરના લેખ ઉપરથી એમ ખ્યાલ આવે છે કે નાગૅદ્રીયગચ્છીય શ્રી શીલગુણસૂરિના સંતાનીય શ્રી દેવચંદ્રસૂરિએ આ ચારૂપ મહાતીર્થમાં શ્રી પાર્શ્વનાથના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી.
આ ચારૂપનું મંદિર મહામંત્રી વસ્તુપાળે બંધાવ્યાનો ઉલ્લેખ આબુના STS STS ૬૫
Page #92
--------------------------------------------------------------------------
________________
શિલાલેખોમાંથી મળી આવ્યો છે. અહીં દરેક પૂર્ણિમાએ મેળો ભરાતો હોય તેવું દ્રશ્ય ખડું થાય છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રાચીન, શ્યામલવર્ણા અને ઘણીજ કલાત્મક છે. શિલ્પીએ મૂર્તિના મુખ ઉપર વીતરાગીપણાના ભાવો પ્રદર્શિત કર્યા છે. મૂર્તિ પ્રભાવશાળી અને આકર્ષક છે. જૈન ધર્મીઓની માન્યતા પ્રમાણે મૂર્તિ, સવાર, સાંજ અને બપોરે જુદાં જુદાં રૂપ ધારણ કરે છે અને આથી આ મૂર્તિ ચમત્કારી છે તેમ તેઓ માને છે.
SS S SSSSS
Page #93
--------------------------------------------------------------------------
________________
રાજસ્થાન
બિકાનેર ”
*
અલવા
સિકા
(
• નારી૨
Sજયપુર
જેસલમીર
જોધપુર
–શક છે.
પવા માધવ
અજમેર
બા૨૨
જલા૨ ૨Bક પુરુ,
ના
-
ત
પિતોડગઢY• ડ્રેટ
આબુ- દેલવાડા ડેસરિયા
ડુંગરપુર
•7-વાંસવાડા
રાજસ્થાન
૧. • શ્રી આબુ તીર્થ ૨. શ્રી રાણકપુર તીર્થ ૩. શ્રી કેસરીયાજી તીર્થ ૪. શ્રી જેસલમેર તીર્થ
Page #94
--------------------------------------------------------------------------
________________
શ્રી આબુ તીર્થ દેલવાડા ગુજરાતના રાજા ભીમદેવના મંત્રી બિમલ શાહે બંધાવેલું દેવળ "વિમલ વસહી” તેના અણિશુધ્ધ કોતરકામની સુક્ષ્મતા અને ઉત્કૃષ્ટતા જોનારાને મંત્રમુગ્ધ કરી દે છે.
દેલવાડા : નેમનાથ જિનાલયનું ગર્ભદ્વાર
નેમનાથ જૈન મંદિરનો મધ્ય ગુંબજ રાજા વીર ધવલના મંત્રીઓ બનેલા બંધુ બેલડી વસ્તુપાળ-તેજપાળે આબુ પર્વત પર દેલવાડા ખાતે આરસપહાણથી બંધાવેલા નેમનાથ જૈન મંદિરનો મધ્ય ગુંબજ.
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રી રાણકપુર તીર્થ રાણા કુંભારના મંત્રી શ્રી ધરણશાહે બંધાવેલું ત્રણ માળનું અદ્વિતીય જૈન મંદિર ધરણ વિહાર.
શ્રી રાણકપુર તીર્થ - શ્રી રાણકપુર તીર્થનો રૈલોક્ય દીપક પ્રસાદનો મેઘમંડપ
આ મંદિરનું બાંધકામ વિક્રમ સંવત ૧૪૪૬માં શરૂ કરવામાં આવ્યું હતું અને પચાસ વર્ષ સુધી ચાલુ રહ્યું હતું. ૧૪૯૬માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરમાં ૧૪૪૮ સ્થંભો છે જેના આધારે ૨૯ વિશાળ | ખંડો બાંધવામાં આવ્યા છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રી કેસરિયાજી તીર્થ ઋષભદેવ ગામના પહાડની ઓટમાં ચૌદમી સદીમાં બાંધવામાં આવેલા, કેસરિયાજી જિનાલયોનું દ્રશ્ય. દર વરસે ફાગણ વદ આઠમે અહીં મેળો ભરાય છે, જેમાં જૈન ધર્મીઓ ઉપરાંત આજુબાજુમાં વસતા ભીલો અને ઈતર લોકો પણ હજારોની સંખ્યામાં ઉમટે છે.
(
૨
થી
જ
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રી જેસલમેર તીથી જેસલમેરના શ્રી પાર્શ્વનાથ જિનાલયનું આકર્ષક કોતરણી કામવાળું પ્રવેશ દ્વાર. જેસલમેરની હવેલીઓ પણ ઉત્તમ પ્રકારના સ્થાપત્ય અને શિલ્પની ઉત્કૃષ્ટ કલા કૃતિઓ છે. તેના ઝરૂખાઓ અને બારીઓ પર પણ સુંદર નકશીકામ જોવા મળે છે.
T
છે
તે
છે.
|
. .
.
.
ને
?
શિક
કે રાજા કર
ફિર
2 કરો
ફરી
વાર : જે
કોઈ
જ
એ છે
જો રીતે ,
આ
કરે
ક
એ
-
-
-
-
-
-
ઉ
પર
:
-
-
-
- -
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી જેસલમેર તીર્થ ઈ.સ. ૧૧૫૬માં યાદવ રાજપૂત રાજા રાવળ જૈસલસિંગે વસાવેલા જેસલમેરના, ગગનચુંબી ઊંચાઈવાળા કિલ્લા પર બાંધવામાં આવેલા જિનાલયોનું નયન રમ્ય દ્રશ્ય. જૈન ધર્મીઓ માટે જેસલમેર છેવટનું યાત્રાધામ છે. અહીં જૈન ધર્મ વિષેના સાત જ્ઞાન ભંડારો છે. જેમાં પ્રાચીન તાડપત્રીય અને હસ્તલિખિત ગ્રંથો ઉપરાંત પ્રાકૃત, મગધી, સંસ્કૃત, અપભ્રંશ અને વ્રજભાષાના દુર્લભ પુસ્તકો છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
આબુ અને દેલવાડાનાં મંદિરો |
દરિયાની સપાટીથી ૪૦૦૦ થી ૪૫૦૦ ફૂટની ઊંચાઈ પર અરવલ્લી પર્વતોની હારમાળામાં આવેલું આબુ એ રજપુતાનામાં અને હાલના રાજસ્થાન રાજ્યમાં એક ખૂબસૂરત હવાખાવાનું સ્થળ છે. એ બાવીસ કિલોમીટર લાંબું અને (૬) છ કિલોમીટર પહોળું છે. આસપાસની વાંસની ગાઢી ઝાડી અને પર્વતની ટેકરીઓમાંથી વહેતા ઝરણાંને લીધે તે અતિશય સુંદર લાગે છે. તેની આબોહવા ખુશનુમા અને આરોગ્યવર્ધક છે, અને આથી આબુ એ ગ્રીષ્મઋતુમાં ગરમીથી બચવા અને અહીંની શીતળ આબોહવામાં આરામ લેવા માટે અને તાજગી મેળવવા માટેનું સહેલાણીઓનું આકર્ષક સ્થળ છે. પ્રાચીન સમયમાં તપસ્વીઓ તપ કરવા આવા સ્થળની પસંદગી કરતા. આમ, અહીં વસિષ્ઠઋષિનું આશ્રમ સ્થાન પણ છે.
ઈ..ની અગિયારમી અને તેરમી સદીમાં બંધાવેલ શ્વેત આરસપહાણમાં બેનમૂન અને અસાધારણ કોતરણીવાળાં દેલવાડાનાં જૈન મંદિરો અહીં આવેલાં છે. આ મંદિરો ભારતની અપ્રતિમ સ્થાપત્ય અને શિલ્પકળાના ઉત્કૃષ્ટ નમૂના છે.
અબુદા” અર્થાત્ “ડહાપણ' એ શબ્દમાંથી આબુ નામ ઊતરી આવ્યું છે. અહીં અર્બુદા દેવીનું એક મંદિર પણ છે. મહાભારત અને પુરાણોમાં આબુનો એક પવિત્ર સ્થળ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આબુમાં નાવમાં બેસી સહેલ કરવા માટે એક વિશાળ સ્વચ્છ સરોવર છે. તેને નખી સરોવર કહે છે. વર્ષના ઘણા મોટા ભાગ સુધી આબોહવા ધણી ખુશનુમા અને આરોગ્યદાયક હોય છે. ઉનાળામાં પણ તાપમાન ૮૦ થી ૯૦ ડીગ્રી રહે છે. વરસાદ પણ સરેરાશ ૬૦ ઇંચથી વધુ નથી પડતો અને ઠંડીની મોસમમાં
Page #100
--------------------------------------------------------------------------
________________
તાપમાન ૪૦ થી ૪૫ ડીગ્રી સુધીનું હોઈને તે રહેવા માટે અતિ આલ્હાદક સ્થળ બની રહે છે.
આબુ આમ તો દેલવાડાનાં જૈન મંદિરોને લીધે પ્રસિદ્ધ બન્યું છે પણ આઝાદી પહેલાં અને આજે પણ તે હવાખાવાનું એક મુખ્ય સ્થળ છે. અહીં આઝાદી પહેલાંના રાજા રજવાડાંઓએ બાંધેલા ધણા સુંદર મહેલો જેવા બંગલાઓ છે.તે વખતમાં રજપૂતાનાના એજન્ટનું પણ ગ્રીષ્મ ઋતુમાં આ હવાખાવાનું સ્થળ હતું. આજે એ રાજસ્થાનનું ગિરિમથક છે, પણ સાંસ્કૃતિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાત સાથે સંકળાયેલું છે. મોટે ભાગે આ ગુજરાતીઓનું ગિરિમથક રહ્યું છે.
આ ઉપરાંત ત્યાં બીજાં ઘણાં રળિયામણાં અને જોવાલાયક સ્થળો છે. દેલવાડામાં જ કુંવારી કન્યા અને રસિયા વાલમનું એક જીર્ણ મંદિર છે અને તેની પાસે શેષશાયી વિષ્ણુ તથા મહાદેવનાં જીર્ણ મંદિરો છે.
દેલવાડાની પાસે ઓરિયા ગામમાં એક કનખલ તીર્થ છે. અહીં જૈનાના મહાવીર સ્વામીના મંદિર પાસે ચક્રેશ્વર મહાદેવનું મંદિર છે.
ઓરિયાથી થોડે દૂર ભવાઈ ગામે નાગતીર્થ છે. જ્યાં નાગપંચમીએ મેળો ભરાય છે.
સમૃદ્ધ જૈન કોમનાં મંદિરોમાં આબુ પર્વત પરનાં દેલવાડાનાં મંદિરો મુખ્ય છે. આબુ પર્વત ઉપર તે ગર્વ અને ગૌરવની ગાથા સમાન છે, અને જૈન ધર્મે આપેલો અમર અને અમૂલ્ય વારસો છે. તેમાં પાંચ મુખ્ય મંદિરો છે. મંદિરના સંકુલમાં સો ફૂટના સમચોરસ ભાગમાં બીજું પૂરક મંદિરો અને પરસાળ યાને ગેલેરી છે.
કર્નલ રસ્કીને એનું વર્ણન કરતાં લખ્યું છે કે "શિલ્પીઓના ટાંકણાથી વિપુલપણે પ્રદર્શિત થયેલ આ મંદિરોમાં ભગવાન આદિનાથ અને નેમનાથનાં મંદિરો સર્વશ્રેષ્ઠ છે, એ પ્રશંસાનાં ગુણગાન માગી લે છે. બન્ને મંદિરો સવિસ્તારપણે સફેદ આરસપહાણનાં બનાવેલાં છે. તે સ્થાપત્ય કલા અને શિલ્પકળાની ઉત્કૃષ્ટ નાજુકાઈથી અને શણગાર અને અલંકારની વિપુલતાથી બનાવવામાં આવ્યાં છે. તે સમયે વિકસેલી
S ૬૮ ST
Page #101
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્યકલા અને શિલ્પકળા સંપૂર્ણપણે અહીં વેરાયેલી છે. આ ઈમારતોમાં વેરાયેલો શણગાર અને છતો, કારો, સ્તંભો, ભીંત, તકતીઓ (પેનલ્સ) અને ગોખલાઓ ઉપર કરેલા શણગારનું ઝીણવટભર્યું કોતરકામ ઉત્તમ કોટિનું અને અજોડ છે. આરસપહાણને અતિશય પાતળા, પારદર્શક અને નાજુક બનાવીને તેની ઉપર કરેલ કોતરકામ બીજે કોઈ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. કોઈ કોઈ સ્થળે કરેલી નકશી સ્વપ્રમાં દેખાતી સુંદરતા જેવી લાગે છે.”
"આ મંદિરોની તેના અંદરના ભાગ અને પરસાળ યાને ગેલેરી સહિતની સામાન્ય રૂપરેખા સૂર્યની ગતિની સાથે સાથે તડકો છાંયડો ફેલાવી ઘણી આકર્ષક અસર ઉપજાવે છે.”
"મંદિરના સ્થાપકો લખલૂટ ખર્ચ કરવા તૈયાર હતા, એટલે સ્થપતિઓએ આ મંદિરો બાંધવામાં તેમના આત્માનો અને બુદ્ધિનો સંપૂર્ણપણે ઉપયોગ કરીને જાતજાતની રૂપરેખાઓ બનાવી મંદિરના એકે એક ભાગ ઉપર સુંદર કોતરકામ કરી તેમની શિલ્પકળાને સોળે કળાએ ખીલવી છે.”
પહેલું મંદિર જે જૈન તીર્થંકર આદિનાથને અર્પણ કરવામાં આવ્યું છે, તે ઈ.સ. ૧૦૩૨માં ત્યારના ગુજરાતના ચાલુક્ય રાજા ભીમદેવ પહેલાના મંત્રી વિમળશાહે બંધાવ્યું હતું, એમ મંદિરના એક લેખ પરથી નક્કી થાય છે. તેને વિમલવસહી કહે છે. એમ કહેવાય છે કે મંદિર બાંધવામાં(૧૮,૫૬,૦૦,૦૦૦) અઢાર કરોડ છપ્પન લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને તે બાંધવામાં ચૌદ વર્ષનો સમય લાગ્યો હતો. તેમાં પંદરસો મજૂરો અને બારસો શિલ્પીઓ અને કારીગરો કામ કરતા હતા.
મંદિરના કેન્દ્રમાં આવેલ ગુંબજ, તેને ફરતી કિનારી અને વિપુલ કોતરકામ કરેલ ઝુમ્મર આખા મંદિરની ઈમારતમાં સૌથી વધુ ધ્યાનાકર્ષક છે. કોતરકામની સૂક્ષ્મતા ઉત્કૃષ્ટ છે, અને આખું દ્રશ્ય જીવંત અને ગતિશીલ લાગે છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
મંદિરના ગર્ભગૃહમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમા છે. મૂર્તિને અતિ કીમતી આભૂષણોથી શણગારેલી છે. મંદિરના સભાખંડમાં અડતાલીસ (૪૮) સુંદર કોતરણીવાળા સ્તંભો છે અને ગુંબજોમાં સુકોમળ પ્રતિમાઓ કંડારેલી છે. મુખ્ય મંદિરને ફરતા નાનાં નાનાં બાવન મંદિરો છે. જેમાં જુદા જુદા જૈન તીર્થકરોની મૂર્તિઓ પ્રસ્થાપિત કરેલી છે. જૈન ધર્મમાં આને બાવન જિનાલય મંદિર કહેવામાં આવે છે. આ બાવન મંદિરના દ્વારની બહારની છતો પણ ઉત્કૃષ્ટ પ્રકારના કોતરકામવાળી છે અને તેમાં હિંદુશાસ્ત્રોમાં લખેલી કથાઓના પ્રસંગો જેવા કે શ્રીકૃષ્ણ ગોપીઓની સાથે લીલા કરતા, ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નરસિંહ, ગાંધર્વ યાને સ્વર્ગના સંગીતકારો વગેરેને કંડારવામાં આવ્યા છે.
આ વિમળવસહી મંદિરના સ્થાપત્ય અને શિલ્પકળા વિશે એક સ્થાપત્ય કલાભિષે કહ્યું છે કે "આ દેવળ તેના અણિશુદ્ધ નકશીકામથી પ્રેક્ષકને વિચારમાં ગરક કરી દે છે. તેના વિચારમાં આ મનુષ્યની કૃતિ હશે તેમ આવતું નથી. એ એટલા તો પૂર્ણ છે કે, તેમાં કંઈ ફેરફાર ન જ કરી શકાય. આ મંદિરનો સાધારણ નકશો અને યોજના ગિરનાર ઉપરનાં કે બીજા જૈન મંદિરો જેવા જ છે. વચમાં મુખ્ય મંદિર અને આસપાસ નાની દેરીઓ. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ એક મંડપ છે અને આ મંડપની આગળ છ થાંભલાઓવાળો એક લંબચોરસ ઓરડો છે, જેમાં હાથી ઉપર વિમળશાહ પોતાના કુટુંબને મંદિર તરફ લઈ જાય છે. આ કલ્પના નવીન છે. ત્યાં હાથીઓનાં આરસ પહાણનાં સુંદર રીતે કોતરેલાં પૂતળાંઓ છે. તે કદમાં નાનાં પણ પ્રમાણસર છે. તેના ઉપર અંબાડી કોતરવામાં આવી છે. તેની શિલ્પકળા પણ આબેહૂબ છે.”
મંદિર અંદરથી સુશોભિત છતાં બહારથી સાદું લાગે છે. વિમાનનું શિખર પણ નીચું અને કઢંગુ છે. આબુના ડુંગર પર વારંવાર ધરતીકંપ થાય છે તેનો ખ્યાલ રાખીને સ્થપતિએ મંદિરને બહુ ઊંચું નહિ બાંધ્યું હોય તેમ માની શકાય, પણ અંદરના ભાગમાં ઉત્તમ પ્રકારનું નકશીકામ કરેલું છે. મંડપની ઉંચાઈ પ્રમાણસર છે અને તેમાં નકશીકામ અતિ
Page #103
--------------------------------------------------------------------------
________________
સુંદર અને આકર્ષક છે, તેનો ઘૂમટ અષ્ટકોણાકારનો છે. મંડપમાં વચમાં ઊભા રહીને જોઇએ તો ચારેબાજુ શિલ્પકળા સોળે કળાએ ખીલી રહી હોય તેમ લાગે છે અને જે બારીકાઈથી કોતરકામ કરવામાં આવ્યું છે તે જોતાં શિલ્પીઓ આગળ આપણું માથું નમી પડે છે.
વિમળશાહે આ મંદિર એક જૈન આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિની પ્રેરણાથી બંધાવ્યું હતું, મંદિર માટે જે જગ્યા પસંદ કરી, તે શિવ અને વિષ્ણુના પૂજકોના હાથમાં હતી. વિમળશાહે પોતાની સત્તાનો ઉપયોગ ન કરતાં આ જગાના તેની ઉપર પથરાઈ શકે તેટલા સિક્કા આપી જમીન ખરીદ કરી હતી, અને તેના પર આદિનાથનું સુંદર મંદિર બંધાવ્યું હતું. તેમને આદિનાથની અઢાર ભાર પિત્તળની મોટી પ્રતિમા ઢળાવીને શ્રીધર્મઘોષસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.
વિમળશાહ પાટણના જૈન પોરવાડ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ વીર અને માતાનું નામ વીરમતિ હતું. વિમળશાહનો અભ્યાસ પુરો થતાં તેમના પિતાએ દીક્ષા લઈ ગૃહત્યાગ કર્યો હતો. આથી માતા તેમને લઈ પોતાના પિતાને ઘેર ગયાં. વિમળશાહ અચ્છા બાણાવળી હતા, આથી વિમળશાહનું મોસાળ ગરીબ હોવા છતાં પાટણના નગરશેઠે પોતાની દીકરી શ્રીદત્તાને તેમની સાથે પરણાવી હતી. તેમની કુળદેવી અંબામાતા હતાં. એમ કહેવાય છે કે અંબામાતાની કૃપાથી, દાટેલું ધન મળી આવ્યું અને એ પૈસાથી વિમળશાહે પોતાનાં લગ્ન કર્યા અને પાટણમાં રહેવાનું શરૂ કર્યું. તેમની બાણ વિદ્યાથી ગુજરાતના રાજા ભીમદેવ પણ ખુશ થયા અને તેમને મંત્રીપદે સ્થાપિત કર્યા. વિમળશાહમાં આ સિવાય એક બહાદુર યોદ્ધાના અને ચાલાક મુત્સદ્દીગીરીના ગુણો પણ હતા. ધીમે ધીમે તેમને એટલી સત્તા વધારી હતી કે ભીમદેવને પણ વિમળશાહનું સ્વતંત્ર રાજાપણું સ્વીકારવું પડ્યું હતું.
બીજું મંદિર ઈ.સ. ૧૨૩૧ની સાલમાં ત્યારના ગુજરાતના રાજા વિરધવલના બે મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલે બંધાવ્યું હતું. વસ્તુપાલ તેજપાલ બન્ને ભાઈઓ હતા. આ મંદિર જૈનોના બાવીસમા તીર્થંકર નેમનાથને અર્પણ કરવામાં આવ્યું છે. શિલ્પીઓએ આરસને એટલી
Page #104
--------------------------------------------------------------------------
________________
મૃદુતા અને બારીકાઈથી કોતરી છે કે એમાં કંડારાયેલી મૂર્તિઓ જીવંત લાગે છે. આ મંદિર વિશે કર્નલ ટોડે લખ્યું છે કે, "આ મંદિર અને તેની આનુષગિક રૂપરેખા અને બાંધણી વિમળશાહે બંધાવેલ મંદિરને અનુસરીને કરવામાં આવેલી છે. પણ એકંદરે આ મંદિર વિમળશાહે બાંધેલ મંદિર કરતાં ચઢિયાતું છે. તેમાં વધુ સાદાઈભરી ભવ્યતા છે. મંડપના આધારસ્તંભો વધુ ઊંચા છે. ઘૂમટની છત ઉપરની શિલ્પકળા બીજા મંદિરના જેટલી જ સમૃદ્ધ છે પણ વધુ કુશળતાપૂર્વક કરેલી છે.
"કેન્દ્રમાં આવેલો ગુંબજ એ વિશિષ્ટપણે આકર્ષિત અને કળાનો ભવ્ય નમૂનો છે. એનું લગભગ ત્રણ ફૂટ લાંબુ લંબવર્તુળાકારનું ઝુમર એક આબેહૂબ રત્ન જેવું લાગે છે."
આ મંદિર વિશે ગજાનન વિશ્વનાથ પાઠકે લખ્યું છે કે આ મંદિર વિમળશાહના મંદિરના ઈશાન ખૂણા ઉપર આવેલું છે અને તે પશ્ચિમાભિમુખ છે. આ મંદિરની યોજના, વિમલવસહીના મંદિર જેવી જ છે. વિમલવસહી મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર આગળ મંડપ છે. આ મંડપ આગળ છ સ્તંભોવાળો એક લંબચોરસ ઓરડો છે, જેમાં હાથી પર બેસી વિમળશાહ પોતાના કુટુંબને મંદિર તરફ લઈ જાય છે. અહીં પૂર્વ તરફ ઓસરીમાં મંદિર બંધાવનારના કુટુંબનો વરઘોડો બતાવ્યો છે અને આ ભાગને મુખ્ય મંદિરથી જુદો પાડવા વચ્ચે કોતરકામવાળી ભીંત ઊભી કરવામાં આવી છે. આ આખું મંદિર ૧૫૫ ફૂટ ૮૯૨ ફૂટના લંબચોરસમાં હોઈ વિમળશાહના મંદિર કરતાં જરા મોટું છે. તેમાં મંડપના સ્તંભો વધારે અને જુદી જુદી જાતના છે. જ્યારે વિમળશાહના મંદિરમાં બધા જ એક સરખા સ્તંભો છે. મંદિર ઉપરનો ઘૂમટ વિમળશાહના મંદિર જેવો છે પણ તેનું અંદરનું નકશીકામ વિમળશાહના મંદિર કરતાં ચઢિયાતું છે. ઘૂમટના બરાબર મધ્ય ભાગમાં અતિ સુંદર કોતરકામવાળું એક લોલક યાને ઝુમ્મર છે. ગુલાબના ફૂલને દાંડીના ભાગથી પકડી નીચું રાખતાં જે આકાર થાય તેવો આ આકાર છે.”
સુવિખ્યાત પુરાતત્ત્વવેત્તા શ્રી ફરગ્યુસને તેનું વર્ણન કરતાં લખ્યું છે કે "તે આરસના નકકર પત્થરમાંથી બનાવેલ ઝુમ્મર કરતાં ચળકતા
Page #105
--------------------------------------------------------------------------
________________
સ્ફટિકમાંથી બનાવેલ હોય તેવો ખ્યાલ વધુ આપે છે. તેનું કોતરકા એટલી નાજુક અને કોમળ બારીકાઈથી કરીને તેને એટલી સપ્રમાણતાથી શણગાર્યું છે કે તેનો નમૂનો બીજે ભાગ્યે જ મળી શકે.”
"પાયાથી ઉપર સુધી સ્તંભોની વચમાં કરેલ કમાનોની ગોઠવણી અને તેમાં કરેલું અપ્રતિમ કોતરકામ, મધ્યમાં સ્તંભો પર આધારિત બનાવેલ સુંદર ગુંબજ, અને અંદરના ગર્ભભાગના વિવિધ આકૃતિવાળા દ્વાર એટલા અપ્રતિમ છે કે શબ્દોમાં તેનું વર્ણન ક૨વા મહાન કવિની કલમ પણ કદાચ અસફળ નીવડે.” મંદિરની પ્રદક્ષિણામાં બાવન દેરીઓ છે. તે દરેક દેરીમાં એક યા બીજા જૈન તીર્થંકરની પ્રતિમા છે. પ્રતિમાના ચક્ષુઓ ઝવેરાતથી શણગારેલાં છે. તીર્થંકરોની વીતરાગતાને અનુરૂપ તેમના ચહેરા પર કોઇ ભાવ પ્રદર્શિત થયેલ નથી દેખાતો. આ દેરીઓની પરસાળની છત વિવિધ પ્રકારની કોતરકામવાળી અને શોભાયમાન છે અને તેમાં જૈનોના બાવીસમા તીર્થંકર નેમનાથના જીવનના, તેઓ લગ્ન માટે જતા સમયના, તેમનામાં દેવાત્મારોપણ કરતા સમયના પ્રસંગોને કંડારવામાં આવ્યા છે. વળી તેમાં લડાઈ માટે જતા સૈનિકોનું, લડાઈ જીતીને આવેલા સૈનિકોનું, તબેલામાં આરામ કરતા ઘોડાઓનું અને ગમાણમાં આરામ કરતા ઢોરો વગેરે પ્રસંગોને પણ ઉત્તમ કારીગરીથી કંડારવામાં આવ્યા છે. એક સ્થળે છતમાં ઉત્તમ કારીગીરીવાળી અને સપ્રમાણ અંતરે ગોઠવેલ પગથિયાંવાળી એક નાની વાવ પણ સુંદ૨પણે કોતરવામાં આવી છે. કોતરકામ એટલું ઉત્કૃષ્ટ પ્રકારનું છે કે સંગેમરમરમાં જાણે પ્રાણ ન ફૂંકાયો હોય?
આ મંદિરની વિશેષતા તેમાં અનુપમ કોતરકામથી બનાવેલા બે ગોખલાઓ છે. તે વસ્તુપાલ તેજપાલની પત્નીઓના નામે બનાવેલા હોઈ દેરાણી-જેઠાણીના ગોખલાઓ તરીકે ઓળખાય છે.
મંદિરમાં પ્રવેશ કરતાં આરસપહાણમાં બારીકાઈથી કોતરેલા એક સરખા કદના દસ હાથીઓ છે. આને હાથીખાના કહેવામાં આવે છે. તેના ઉપરનો શોભાનો સાજશણગાર ઉત્તમ પ્રકારની કોતરણી દ્વારા સજાવવામાં આવ્યો છે અને ગાંઠવાળા
૭૩
Page #106
--------------------------------------------------------------------------
________________
દોરડાં અને લટકતા શણગારો પણ અતિશય કાળજીપૂર્વક કોતરવામાં આવ્યાં છે.
વસ્તુપાલ તેજપાલે આ મંદિર બાંધ્યાં તે અંગેની એક દિલચશ્ય કહાણી છે. બન્ને ભાઈઓ મંત્રીઓ બન્યા તે પહેલાં કુટુંબ સાથે સોરઠયાને સૌરાષ્ટ્રમાં યાત્રા કરવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને હડાળા નામે એક ગામ આગળ મુકામ કર્યો. ત્યાં તેમને સમાચાર મળ્યા કે સોરઠમાં શાંતિ નથી અને વટેમાર્ગુઓને લૂંટવામાં આવે છે. તેમને વિચાર આવ્યો કે થોડું ધન ક્યાંક મૂકીને જઈએ. ત્યારે તેમની પાસે ત્રણ લાખ દામ હતા. તેમને એક લાખ દામ દાટવાનો વિચાર કર્યો અને એક ઝાડ નીચે દાટવા માટે જમીન ખોદવા લાગ્યા. તેમનું નશીબ જોર કરતું હતું એટલે જે જગા પર તે ખોદતા હતા ત્યાંથી જ તેમને અઢળક સોના મહોરોનો એક ચરૂ મળી. આવ્યો. બન્ને ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે આ ધનનું શું કરવું ? નાનાભાઈ તેજપાલની પત્ની અનુપમાદેવી ધણીજ હોંશિયાર, બાહોશ, ગુણિયલ અને ડહાપણના ભંડારથી ભરેલી હતી. બન્ને ભાઈઓ હંમેશાં કોઈપણ પ્રશ્નનો ઉકેલ લાવવા તેમની સલાહ લેતા. આ પ્રસંગે બન્ને ભાઈઓએ અનુપમા દેવીની સલાહ પૂછી કે આ મળેલા ધનનો શો ઉપયોગ કરવો ? અનુપમા દેવીએ બહુ જ માર્મિક શબ્દોમાં જણાવ્યું કે "દ્રવ્ય ઉપાર્જનથી થયેલા પાપના ભારથી અધોગતિ પામવાની ઇચ્છાવાળા ઘનને જમીનમાં દાટે છે જ્યારે ઊંચી પદવીની સ્પૃહાવાળા ધનને ઉચ્ચ
સ્થાને સ્થાપે છે” બન્ને ભાઈઓ આ માર્મિક શબ્દોનો અર્થ સમજ્યા અને તેનું જીવનભર પાલન કરવાનું નકકી કરી તાત્કાલિક શત્રુંજય અને ગિરનાર પર્વતો પર મંદિરો બંધાવ્યાં,
આ પછી બન્ને ભાઈઓ ગુજરાતના ત્યારના રાજા વિરધવલના મંત્રીઓ બન્યા. બન્ને ભાઈઓ બુદ્ધિશાળી શૂરવીર અને ઉદાર હતા. વસ્તુપાલ તો સ્વયં મોટા કવિ હતા. તેમણે ૨૪ બિરુદ પ્રાપ્ત કર્યા હતાં. તેમાંથી “સરસ્વતી ધર્મપુત્ર' એક હતું. તેમને ત્યારના વેરણ છેરણ થતા ગુજરાતને એકત્ર કરીને એક તંત્ર નીચે આપ્યું હતું. તેમની કીર્તિ ખૂબ ફેલાઈ હતી. જૈન લેખકોએ પણ તેમની કીર્તિના ગુણગાન ગાયાં છે.
S ૭૪ SSSSSSSSSSS
S
S
Page #107
--------------------------------------------------------------------------
________________
તેઓ ચાર ભાઈઓ હતા. બીજા બે ભાઈઓનું નામ મલ્લદેવ અને લૂર્ણિગ હતું. આ બે ભાઈઓ નાનપણમાં જ દેવલોક પામ્યા હતા. વસ્તુપાલ તેજપાલે મલદેવની યાદગીરીમાં શત્રુંજય પર્વત પર અષ્ટાપદનું મંદિર બંધાવ્યું હતું. બીજા ભાઈના શ્રેયાર્થે કંઈ દાન કર્યું ન હતું. એ દરમિયાનમાં તેઓ નાગેન્દ્રગચ્છના નાગેન્દ્રમુનિના પરિચયમાં આવ્યા. મુનિએ આબુનું મહાભ્ય વર્ણવ્યું અને વસ્તુપાલને લુણિંગના શ્રેયાર્થે આબુ ઉપર મંદિર બાંધવાનો વિચાર ઉદ્ભવ્યો અને આબુ પર નેમનાથનું મંદિર બાંધવાનો નિર્ણય કર્યો. તરત જ ચંદ્રાવતીના રાજાની મદદથી મંદિર બાંધવાનું કામ શરૂ કર્યું. આ મંદિરમાં તેર કરોડ અને ત્રેપન લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેજપાલના ભાઈ લૂર્ણિગના કલ્યાણાર્થે મંદિરનું નામ લૂર્ણિગવસહી રાખ્યું, વસ્તુપાલે કસોટીના પત્થરની નેમીનાથની મૂર્તિ બનાવીને આબુ પર મોકલી આપી.
મંદિરનું કામ, પુષ્કળ દ્રવ્ય ખર્ચ કરવા છતાં ધીમેથી ચાલતું હતું. મુખ્ય સ્થપતિનું નામ શોભન હતું. એકવાર તેજપાલ પૂજાની તૈયારીમાં હતા ત્યારે અનુપમાદેવીએ ચતુરાઈ વાપરી શોભનને બોલાવી પૂછ્યું કે કામ આટલું ધીરેથી ચાલે છે, તો મંદિર ક્યારે પૂરું થશે? શોભનનો જવાબ હતો કે કામ પર્વત ઉપરનું છે, ઉપર ઠંડી વધુ પડે છે એટલે બપોર સિવાય કામ થઈ શકતું નથી. વળી ખોરાકમાં શાક અને દૂધ મળતાં નથી એટલે શિલ્પીઓ અને કારીગરોમાં જોઈએ તેવી શક્તિ રહેતી નથી. શોભન અને અનુપમા દેવી વચ્ચે આ વાત ચાલતી હતી ત્યાં તેજપાલ આવી પહોંચ્યા. તેજપાલે બધી હકીકત જાણી અને અનુપમાદેવીની સલાહ માગી. અનુપમાદેવીએ કહ્યું કે દિવસે અને રાતે જુદા જુદા સ્થપતિઓ નીમો અને બધા શિલ્પીઓને યોગ્ય ભોજન મળે તેની વ્યવસ્થા કરી. તેઓને નાહવા ધોવાની અને આરામ લેવાની સગવડ માટે પણ ગોઠવણ કરો. સર્વેને સંતોષ મળતાં કામમાં ઉત્સાહ આવશે. આમ અનુપમાદેવીની સલાહ અને પ્રેરણા મુજબ ભવિષ્યમાં કામ કરવાની વ્યવસ્થા થઈ.
આબુ અતિ પ્રાચીન કાળથી જૈનધર્મીઓનું યાત્રાનું સ્થળ હશે તેમ માનવામાં આવે છે. લોકોક્તિ પ્રમાણે જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથના
IS ૭૫ NTSTSTSTS
Page #108
--------------------------------------------------------------------------
________________
પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ અહીં આદિનાથ ભગવાનનું મંદિર બનાવીને ચતુર્મુખ પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવી હતી. વળી જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે યુગોથી અસંખ્ય જૈન મુનિઓ અહીં મંદિરોમાં દર્શન કરવા આવતા. એમ પણ કહેવાય છે કે, જૈનોના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરે પણ આ ભૂમિને પાવન કરી હતી. જો કે આ કહેતીમાં ખાસ વજૂદ લાગતું નથી. કારણ કે ભગવાન મહાવીરે બિહાર અને આસપાસની ભૂમિની બહાર વિહાર કર્યો હોય તેવો કોઈ ઉલ્લેખ મળતો નથી.
પણ જૈન શાસ્ત્રોમાં આબુનો ઉલ્લેખ આવે છે. તેમાં તેનો અર્બુદાચલ અને અબુંદાગિરિના નામ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વળી શ્રુત કેવલી ભદ્રબાહુસ્વામી દ્વારા રચિત “બૃહત કલ્પસૂત્ર'માં આબુનો તીર્થ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ તેમાં સહુથી પ્રાચીન મંદિર વિમલશાહે બંધાવેલ વિમલવસહી હતું તેમ જણાવવામાં આવ્યું છે. અગાઉના મંદિરોનો ઉલ્લેખ નથી. શક્ય છે કે અગાઉના મંદિરો ધરતીકંપથી ધરાશયી થઈ ગયાં હોય. શ્રી વિમલશાહ મંત્રીને શ્રી અંબિકાદેવીની આરાધના કરવાથી ચંપકક્ષની પાસે ભૂગર્ભમાંથી આદિનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા મળી હતી. જે લગભગ ૨૫૦૦ વર્ષ પ્રાચીન હશે તેમ મનાય છે. આ હકીકત સિદ્ધ કરે છે કે અહીં પ્રાચીન કાળમાં જૈન મંદિરો હતાં.
અહીં વિમલવસહી અને લરિંગવસહી ઉપરાંત પિનલહર મંદિર, શ્રી મહાવીર ભગવાન મંદિર અને ખરતર વસહી મંદિર છે. આ બધાં જ મંદિરો એક બીજાની નજદીક છે. થોડે દૂર એક દિગમ્બર મંદિર પણ છે.
આબુનું પ્રાકૃતિક સૌંદર્ય પણ આકર્ષક છે. ટેકરી પર આવેલું અર્બુદાદેવીનું મંદિર, ગૌમુખ, (સનસેટ) યાને સૂર્યાસ્ત ટેકરી, નખી તળાવ અને પાંચ છ કિલોમીટરના અંતરે આવેલા અચલગઢનો કિલ્લો અને મંદિરો આ સૌંદર્યમાં ઉમેરો કરે છે.
અર્બુદા દેવી :- અહીં એક ટેકરી ઉપર પહાડની ગુફામાં અર્બુદાદેવીનું મંદિર છે. ગુફાની બહાર મહાદેવનું મંદિર છે. અર્બુદાદેવી આ
IS ૭૬
Page #109
--------------------------------------------------------------------------
________________
ટેકરીની અધિષ્ઠાત્રીદેવી છે. ટેકરી ઉપરથી આબુનું સુંદર દ્રશ્ય દેખાય છે.
ગૌમુખ : એટલે ગાયનું મોઢું. આરસપહાણમાં કોતરેલ ગાયના માથામાંથી ચોકખા અને ચળકતા પાણીની સતત ધારા વહીને એક નાના તળાવમાં જાય છે. આથી તેનું નામ ગૌમુખ આપવામાં આવ્યું છે. હિંદુ શાસ્ત્રો પ્રમાણે આ ધણી પુરાણી જગા છે અને ત્યાં વશિષ્ટ ઋષિનો આશ્રમ હતો. અહીં એક મંદિર છે જેમાં વશિષ્ટ ઋષિની મૂર્તિ સ્થાપિત કરેલી છે. તેમાં એક ખ્યાતનામ અગ્નિકુંડ છે જેનો ઉલ્લેખ પણ પુરાણા હિંદુ શાસ્ત્રોમાં આવે છે. એમ કહેવામાં આવે છે કે, આ અગ્નિકુંડમાંથી વશિષ્ટમુનિએ મુખ્ય ગણાતી ચાર રાજપૂત જાતિઓ પેદા કરી હતી. અહીંનું કુદરતી દ્રશ્ય પણ સુંદર છે.
સન સેટ પોઈન્ટ ઃ અર્થાત્ સૂર્યાસ્ત ટેકરી
આ જગા રાજપૂતાના હોટેલથી દોઢેક માઈલના અંતરે આવેલી છે. અહીં સૂર્યાસ્ત પહેલાં સૂર્ય જાણે ટેકરીઓની પાછળ ડૂબી જતો ન હોય તેવું દ્રશ્ય ખડું થાય છે, અને તે દ્રશ્ય લગભગ પંદરથી વીસ મિનિટ સુધી રહે છે. આ દરમ્યાન આ ડૂબતો સૂરજ ક્ષિતિજ ૫૨ જાત જાતનાં રંગબેરંગી વિવિધ પ્રકારનાં દ્રશ્યો ખડાં કરે છે. ખરેખર તો સૂર્યાસ્ત થવાના એકાદ કલાક પહેલાં તે આ ટેકરીઓની પાછળ ડૂબી જાય છે. અહીંની ટેકરીઓની શાંત ગ્રામીણ સુંદરતા પણ મંત્રમુગ્ધ કરે તેવી છે.
અચલગઢનો કિલ્લો અને મંદિરો
અચલગઢનો કિલ્લો રાજપૂતાના હોટેલથી લગભગ સાડાપાંચ કિલો મીટરના અંતરે આવેલો છે.આ કિલ્લો પરમાર વંશના રાજાઓના શૂરાતનની કથાઓથી ભરેલો છે. અચલગઢ જતાં, રસ્તામાં અને તેની આગળ પાછળ, અદ્ભુત સૌંદર્ય વેરાયેલું છે. આ કિલ્લો પરમાર વંશના રાજાઓએ ઈ.સ. ૯૦૦ની સાલમાં બંધાવ્યો હતો. કિલ્લાની તળેટીમાં મંદાકિની કુંડ નામનું તળાવ છે. તેના કિનારે ત્રણ ભેંસોના ઊભાં પૂતળાં છે જે ત્રણ દૈત્યોના પ્રતીક છે. તે આદિપાલ નામના એક પરાક્રમી પુરુષ, તેને તીરકામઠાથી વીંધી નાંખે છે તે પ્રસંગ પત્થરમાં કોતરવામાં આવ્યો છે.
૭૭
Page #110
--------------------------------------------------------------------------
________________
સોળમા તીર્થંકરનું મંદિર હાલના મંદિરોમાં, અચળગઢની તળેટી પાસે એક નાની ટેકરી ૫ જૈનોના સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર આવેલું છે. સૌથી વધારે પ્રાચીન મંદિર છે. તે શ્રી કુમારપાળ રાજાએ બંધાવ્યું હતું તે માનવામાં આવે છે. પહાડના ઊંચા શિખર પર જૈનોના પહેલા તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનનું ચૌમુખી મંદિર છે. તે ઘણું પ્રખ્યાત છે. તેમ આદિનાથ તીર્થંકરની ૧૨૦ મણની ધાતુની પ્રતિમા છે. મૂળ નાયા આદિનાથ ભગવાનની બન્ને બાજુએ કાયોત્સર્ગસ્થ પ્રતિમાઓ છે. અહીં કુલ અઢાર પ્રતિમાઓ ધાતુની છે. તેનું વજન ૧૪૪૪ (ચૌદસો ચુવાંલીસ) મણ જેટલું માનવામાં આવે છે. આ પ્રતિમાઓની ચમકથી એમ લાગે છે કે તેમાં સોનાનો ભાગ વધુ હશે.
અર્વાચીન સમયમાં એક યોગીરાજ વિજ્યશાંતિ સૂરીશ્વરજી મહારાજ અહીં રહેતા હતા. એમ કહેવાય છે કે તેમને અહીંના જંગલોમાં ઘોર તપશ્ચર્યા કરી હતી અને અહીં જ તેમનો સ્વર્ગવાસ થયો હતો. આમ આ સ્થળ તેમની તપોભૂમિ અને સ્વર્ગભૂમિ ગણાય છે. આ સિવાય, અહીં બીજ જૈન મંદિરો છે. તે ઉપરાંત અહીં મંદાકિની કુંડ, ભર્તુહરિ અને ગોપીચંદની ગુફા, ભૃગુ આશ્રમ, તીર્થ વિજ્ય આશ્રમ વગેરે દર્શનીય સ્થળો છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય પણ મનમોહક છે, વિમળશાહ મંત્રીએ તો આ સ્થળને તેમનું નિવાસ સ્થાન બનાવ્યું હતું
નખી તળાવ નખી તળાવ એ આબુની સુંદરતામાં ઉમેરો કરે છે. નખીનો સામાન્ય અર્થ આંગળાના નખ એવો થાય છે, અને તેને નખની અણીથી ખોદવામાં આવ્યું હતું તેવી લોકોક્તિ છે.
કર્નલ ટોડે નખી સરોવર વિશે લખ્યું છે કે “રાઈન નદીના કિનારે અન્દરથી ઉપર, ત્રણ માઈલના અંતરે આવેલ સરોવરના પ્રતિરૂપ જેવું છે.” ફરગ્યુસને તેના વિશે લખ્યું છે કે “ઊંચી ટેકરીઓની વચમાં આબેહૂબ જગા પર આવેલ આવું રળિયામણું સ્થળ હિંદમાં બીજી કોઈ જગા ઉપર
Page #111
--------------------------------------------------------------------------
________________
ભાગ્યે જ હશે." બાજુની નૈઋત્ય દિશાની ટેકરી ઉપર આવેલ દેડકાના આકાર જેવો ખડક "ટોડ રોક” ખરેખર વિશાળ દેડકા જેવો લાગે છે. આ તળાવ અડધો માઈલ લાંબુ છે. તળાવ ઘણું ઊંડું છે અને એમાં નાવડામાં બેસી સહેલ કરવાની વ્યવસ્થા છે. તળાવની ચારે બાજુએ પહેલાંના રાજા રજવાડાઓના અને બ્રિટીશ સરકારના જમાનાના ઓફિસરોના બંગલાઓ છે.
આબુના મંદિરો મહમદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું ત્યાર પછી લગભગ ઈ.સ. ૧૦૩૨થી ઈ.સ. ૧૨૩૨ના ગાળા દરમ્યાન બાંધવામાં આવ્યાં હતાં, પણ અલ્લાઉદ્દીન ખીલજીના આક્રમણ વખતે તેનું શિલ્પકામ તૈયાર થઈ ગયું હતું. તેણે આ મંદિરોમાં કંઈ ભાંગફોડ કરી હતી. પણ ત્યારના જૈન શ્રેષ્ઠીઓએ તરતજ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
ભારતમાં હિંદુ, જૈન, બૌદ્ધ, ઈસ્લામ વગેરેની ધર્મોની સ્થાપત્યકલા, શિલ્પકલા, અને ચિત્રકલાની શૈલીનું અલગ અલગ નિર્માણ થયું છે. તેમાં જૈન સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલા વિશિષ્ટ પ્રકારની છે. આ કલાના પ્રતીકો મોટે ભાગે જૈન મંદિરોમાં છે. તેમાં આબુના દેલવાડાનાં, જૂનાગઢમાં ગિરનાર ઉપરનાં, પાલીતાણામાં શત્રુંજય ઉપરનાં, રાણકપુર, કુંભારિયા, તારંગા, પાવાપુરી વગેરેનાં મંદિરો ગણાવી શકાય. આ બધાં જ મંદિરો આજે મોજૂદ છે.
આજે જૈન મંદિરો જેમાં નિયમિત પૂજા થાય છે તેની સંખ્યા લગભગ ૧૫૦૦૦ (પંદર હજાર) જેટલી છે. તે ભારતનાં બધાંજ રાજ્યોમાં આવેલાં છે. એમાં ૫૦૦૦ (પાંચ હજાર) મંદિરો સો વર્ષથી પણ વધારે પ્રાચીન છે. આ મંદિરોમાં જુદા જુદા પ્રકારની સ્થાપત્ય શૈલી છે. ઘણાં મંદિરો અજોડ શિલ્પ કળાથી શણગારાયેલાં છે. મોટે ભાગે બધાં મંદિરો આરસપહાણના બનાવેલાં છે. બધાં જ મંદિરોમાં સ્વચ્છતા ઊડીને આંખે વળગે તેવી છે, વળી જૈન તીર્થોમાં તેના બે પંથો શ્વેતાંબરો અને દિગંબરોના મંદિરોમાં પણ આ કળાની અલગ અલગ શૈલી છે. દિગંબર પંથના મંદિરો મોટે ભાગે દક્ષિણ ભારતમાં આવેલાં છે, જ્યારે
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્વેતાંબર પંથનાં મંદિરો મોટે ભાગે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં આવેલાં છે.
ચિત્તન વાસલ
દક્ષિણમાં આવેલાં દિગંબર મંદિરોમાં ચિત્તન વાસલ (એટલે જૈનધર્મમાં સિદ્ધોની કલ્પના છે, તે સિદ્ધોને રહેવાનું સ્થળ) જિન કાંચી અને શ્રવણ બેલગોલા જ્યાં બાહુબલિજીની એક જ શિલામાંથી કંડારેલી ૫૮ ફૂટ ઉંચી પ્રતિમા છે તે મુખ્ય છે,
ચિત્તન વાસલ એ મદ્રાસથી ૮૦ કિલોમીટરના અંતરે કાળા પત્થરના પહાડમાં આવેલું એક નાનકડું ગુફા મંદિર છે. ગુફાના અંદરના ભાગમાં સ્તંભો ઉ૫૨ સુંદર નર્તકીઓનાં ચિત્રો છે અને ધ્યાનમુદ્રામાં શિરની પાછળ ફણાધારી નાગથી રક્ષાયેલ જૈનોના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની મૂર્તિ છે. તિરુપતિ કુદરમ્
જિનકાંચી (તિરુપતિ કુન્નદરમ્) પણ દિગંબર પંથનું મંદિર છે. અહીંયા પણ સુંદર ચિત્રો છે, જે અંજટાનાં ચિત્રોની શૈલીને મળતાં આવે છે.
શ્વેતાંબર સંપ્રદાયની કલામાં ગુજરાતની કલાની શૈલી પ્રાધાન્યપદે છે. પ્રાચીનકાળમાં ગુજરાતમાં દેશ પરદેશથી વ્યાપાર અર્થે પરદેશીઓ આવીને વસ્યા હતા. સાથે, તેમની કલાની વિશિષ્ટતા લેતા આવ્યા હતા. વળી ગુજરાતના રાજાઓ મોટે ભાગે જૈનધર્મની અસર નીચે વધુ હતા. આથી ગુજરાતની પ્રજા પર જૈન ધર્મની અસર વધુ પડી. ગુજરાતમાં જૈન શ્રેષ્ઠીઓ પણ ધણા હતા આથી ગુજરાતમાં જૈન મંદિરો દ્વારા ઉત્તમ કોટિની સ્થાપત્ય અને શિલ્પકળાનો વિકાસ થયો. ગુજરાતનાં જૈન મંદિરોમાં મળતી અદ્ભુત કોતરણી અને કારીગરી જગતના શિલ્પ ઈતિહાસમાં અજોડ છે. તેમને કોતરેલી દિવ્ય અપ્સરાઓ, નર્તિકાઓ, મનુષ્યાકૃતિઓ, પશુ પંખીઓ, સ્તંભો, કુંભીઓ, તોરણો, ઝુંમરો, દ્વારો વગેરે દ્વારા શિલ્પકળાને કાવ્યમય બનાવી છે. તેને જોતાં વિશ્વની સાથે તાદાત્મ્ય અનુભવતા હોઇએ તેવો ભાવ પેદા થાય છે.
८०
Page #113
--------------------------------------------------------------------------
________________
રાણકપુર : અદ્વિતીય સ્થાપત્ય
કળાનું જેન મંદિર
રાણકપુર અરવલ્લી ગિરિમાળાની ટેકરીઓમાં એક નાનકડી મધાઈ નદીને કિનારે આવેલું છે. આજે તો આ એક નિર્જન, શાંત, એકાંત સ્થળ હોઈને ત્યાં રેલ્વે સ્ટેશન નથી. નજદીકનું સ્ટેશન ફાલના લગભગ પાંત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે. નજદીકમાં મોટું ગામ સાદડી ૮ (આઠ) કિલો મીટર દૂર છે. અહીંથી રાણકપુર જવા માટે બસ અગર ટેક્સીઓ મળે છે. વળી આબુ, ઉદેપુર વગેરે સ્થળોથી બસ અગર ટેક્સી દ્વારા ત્યાં જઈ શકાય છે. ઠેઠ મંદિર સુધી પાકી સડક પણ બાંધવામાં આવી છે. શ્વેતાંબર પંથની આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ત્યાં રહેવાની અને ભોજન વગેરે કરવાની સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
પંદરમી સદીમાં ત્યાં એક મોટું નગર હતું જેને રાણપુર કહેવામાં આવતું. ત્યારબાદ તેનું નામ રાણકપુર પડ્યું. આજે તો અહીં શ્રી શ્વેતાંબર પંથના ત્રણ મંદિરો સિવાય, પુરાણા નગરનાં કોઈ અવશેષો નથી. આગળ પાછળની ટેકરીઓમાં અનેક ખંડિયેરો પડેલાં છે. આ નગરનો ક્યારે વિનાશ થયો તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પણ લોકોક્તિ છે કે
ઔરંગઝેબના સમયમાં ઝનૂની મુસ્લિમ સૈનિકોએ આ નગરને ભારે નુકશાન કર્યુ હતું.
પંદરમી સદીમાં જ્યારે રાણકપુર એક મોટું નગર હતું ત્યારે ત્યાં યુગપ્રધાન આચાર્ય શ્રી સોમસુંદરસુરિશ્વરજીના ઉપદેશથી રાણા કુંભના મંત્રી શ્રી ધરણાશાહે વિક્રમ સંવત ૧૪૪૬માં એક વિશાળ અને અદ્વિતીય જૈન મંદિર બાંધવાની શરૂઆત કરી હતી, અને વિક્રમ સંવત ૧૪૯૬માં
Page #114
--------------------------------------------------------------------------
________________
આ મંદિરની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી સોમસુંદરસુરીશ્વરજીના શુભહસ્તે કરવામાં આવી હતી. વર્ષોની ગણતરી કરતાં એમ માની શકાય કે મંદિરને બાંધવામાં પચ્ચાસ વર્ષ થયાં હશે. તેની પ્રતિષ્ઠા વિશાળ જનસમુદાયની હાજરીમાં ધણી ધામધૂમથી અને હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. એમ કહેવાય છે કે પ્રતિષ્ઠા સમયે લગભગ પાંચસો સાધુનો સમુદાય હાજર હતો. આ મંદિર બાંધવામાં લગભગ નવ્વાણું લાખ રૂપિયાનો ખર્ચ થયો
હતો.
આજે તો તેનો ‘રાણકપુરનું મંદિર’એ નામે ઉલ્લેખ કરવામાં આવે છે. તેની પ્રતિષ્ઠા થઈ ત્યારે તેને ‘નલિની ગુલ્મ દેવ વિમાન' તુલ્ય ‘ગગન ચુંબી ધરણ વિહાર' કહેવામાં આવતું. શ્રી ધરણાશાહે બંધાવેલું એટલે તેને ધરણ વિહાર કહેવામાં આવતું. તે ત્રણ માળનું ઊચું મંદિર હોઈને તેને ગંગનચુંબી વિહાર તરીકે વર્ણવવામાં આવતું. વળી તેમાં બધી મળીને ૮૪ (ચોરાશી) શિખરબંધ દેવકુલિકાઓ અર્થાત્ દેરીઓ હોઈને તેને ‘નલિની ગુલ્મ’ અર્થાત્ કમળના ઝુંડની ઉપમા આપીને દેવ વિમાન સાથે સરખાવામાં આવ્યું હતું. તેની પાછળ ધરણાશાહને આવેલ સ્વપ્રનો ઈતિહાસ પણ છે.
આ ચોરાસી દેવકુલિકાઓમાં છોતેર શિખરબંધ નાની દેવકુલિકાઓ છે. ચાર રંગમંડપથી જોડાયેલી મોટી દેવકુલિકાઓ છે અને ચાર દિશામાં આવેલા ચાર મહાધર પ્રાસાદ દેવકુલિકાઓ છે. કુલ ૮૪ (ચોરાસી) દેવફુલિકાઓ થાય છે. ૮૪નો આંકડો જૈન, હિંદુ, બૌદ્ધ વગેરે ધર્મમાં મનાતી ચોરાસી લાખ યોનિઓનો ખ્યાલ આપે છે. જન્મ, પુનર્જન્મ અને આત્મામાં માનનાર ધર્મો એમ માને છે કે આત્મા ચોરાસી લાખ યોનિઓમાં ખોળિયાં બદલી ભવસાગર પાર કરી મુક્તિ મેળવે છે. ધરણાશાહને જીવનમાં સંપત્તિ-વિપત્તિના, ઉન્નતિ અને અવનતિના અવનવા અનુભવો થયા હતા. તેઓ નાદિયાનગરના એક શ્રેષ્ઠીપુત્ર હતા. તેમાંથી માંડવગઢના બાદશાહના પ્રીતિપાત્ર બન્યા. એક દિવસ બાદશાહના કોપના ભોગ બન્યા અને માંડવગઢથી નાસી છૂટવું પડ્યું. વળી
૮૨
Page #115
--------------------------------------------------------------------------
________________
ભાગ્યનો ઉદય થતાં મેવાડના મહારાણાના મંત્રીશ્વર બન્યા. આ ઉન્નતિના દિવસમાં જ્યારે તેમના જીવનમાં સત્તા, સંપત્તિ અને શક્તિનો સંગમ થયો ત્યારે તેમને આ મંદિર બાંધવાનો વિચાર આવ્યો. “અર્થસ્ય સારમું કિલ પાત્ર દાનમ્' અર્થાત્ સંપત્તિનો સાર સુપાત્રદાન છે.” આ વિચારે તેમના પર કાબૂ જમાવ્યો અને તેમને તેમના ગુરૂ સોમસુંદરસૂરીશ્વરજી આગળ આ વિચાર રજૂ કર્યો. ગુરૂજીએ આશિષ આપી અને ધરણાશાહના મનસૂબાએ ચોક્કસ સ્વરૂપ પકડ્યું. ઘરણાશાહે કુલદેવીની કૃપા મેળવવા તેની સાધના શરૂ કરી. કુલદેવી પ્રત્યક્ષ થયાં અને તેનો મનસૂબો સફળ થાય તે માટે કૃપા વરસાવી. ધરણાશાહ પાસે સંપત્તિ હતી, તેમાં ગુરૂદેવની આશિષ અને કુળદેવીની કૃપા ભવ્યાં. આમ, મંદિરના મંડાણની ભૂમિકા તૈયાર થઈ ગઈ. એક દિવસ શુભ અવસરે ધરણાશાહે મંદિર માટે મહારાણા પાસે યોગ્ય ભૂમિની માગણી કરી અને મહારાણા પાસેથી અરવલ્લીની ગિરિમાળામાં અભુત પ્રાકૃતિક સૌન્દર્યની વચમાં મધાઈ નદીના કિનારે મંદિર માટે લગભગ ૪૮૦) અડતાલીસ હજાર ચોરસ ફૂટની જગા મેળવી.
વિક્રમ સંવત ૧૪૪માં મંદિરનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. પાયાનું ખોદકામ શરૂ થયું અને ઊંડો પાયો ખોદાયો.
એક એવી કિંવદંતી છે કે મંદિરનો પાયો નાખવાનો હતો ત્યારે એક દિવસ સ્થપતિ શ્રી દેવજીની હાજરીમાં ધરણાશાહ શેઠને ત્યાં તેલની એક વાટકીમાં માંખી પડેલી હતી. માંખી તો મરી ગયેલી હતી એટલે ધરણાશાહે તેને વાટકીમાંથી કાઢી તેમાંથી તેલ ચૂસી લેવાના આશયે ચામડાના બૂટ પર ઘસી. શેઠ ધરણાશાહ તો જૈન ધર્મના અનુરાગી હતા એટલે તેમને તેલ પીધેલ માંખીને તેલ સહિત ફેંકી દેવામાં બીજા જીવોની હિંસા દેખાઈ. તેવી હાલતમાં માખી પર કીડીઓ અને બીજા જીવજંતુઓ આવે અને જીવજંતુઓની હિંસા થાય, પણ સ્થપતિ, શેઠનું આ દ્રષ્ટિબિંદુ સમજી શક્યો નહિ. તેને તો માન્યું કે શેઠ કંજૂસ છે અને આવી મરેલી માખીના તેલનો ઉપયોગ કરનાર કંજૂસ શેઠ, આટલા વિશાળ મંદિર,
Page #116
--------------------------------------------------------------------------
________________
બાંધવાનો ખર્ચ કેમ કરી શકશે? સ્થપતિએ શેઠની ઉદારતાની ચકાસણી કરવા ધરણાશાહને કહ્યું કે આવું મંદિર બનાવીએ તેના પાયામાં તો ચાંદીની પાટો નાખવી જોઈએ. ધરણાશાહની ઉદારતા અને ભક્તિ અજોડ હતાં એટલે સ્થપતિના આ વિચારને તેમણે અપનાવ્યો અને પાયામાં નાખવા ચાંદીની પાટોના ગાડાંને ગાડાં મંગાવ્યાં અને આમ ચાંદીની પાટોથી મંદિરનો પાયો પૂરવામાં આવ્યો.
સ્થપતિ આથી આશ્ચર્યચકિત થઈ ગયો અને પછી તેને ખબર પડી કે મરેલ માંખીમાંથી કાઢી લીધેલ તેલની પાછળ ધરણાશાહ શેઠની કંજૂસાઈ નહિ પણ જયણાં યાને જીવદયાની ભાવના હતી.
ઘરણાશાહની ઈચ્છા આ મંદિર સંસારનું શ્રેષ્ઠ સર્જન બની રહે તેવી હતી એટલે તેમણે તો મંદિર બાંધવા પાછળ છૂટે હાથે અઢળક ધન ખર્ચ્યુ. મંદિર સાતમાળનું બાંધવાની ધારણાશાહની ઈચ્છા હતી, પણ ત્રણ માળ બાંધવામાં તો પચાસ વર્ષ નીકળી ગયાં. ધારણાશાહને તો જીવન દરમ્યાન મંદિરની પ્રતિષ્ઠા કરવી હતી. ત્રણ માળ થયા પછી મંદિરને પૂરું કરવાનો સ્થપતિઓને આદેશ આપ્યો. ત્રણ માળનું મંદિર પૂરું થયું અને વિક્રમ સંવત ૧૪૯માં તેની પ્રતિષ્ઠા કરવામાં આવી.
એમ કહેવાય છે કે, ધરણાશાહ જેટલા દાનવીર હતા તેટલા જ ધર્મવીર હતા. બત્રીસ વર્ષની ઉંમરે તો તેમને બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું હતું.
આ તીર્થની મહત્તા વર્ણવતાં કવિવર શ્રી ઋષભદાસે શ્રી હીરવિજ્યજીસૂરી રાસમાં લખ્યું છે કે "આ ગઢ આબુનવિ ફરસીયો, ન સૂણ્યો હીરનો રાસઃ રાણકપુર નર નાવિ ગયો, ત્રિણ્ય ગર્ભાવાસ.”
પંડિત મેઘકવિએ વિક્રમ સંવત ૧૪૯૯માં મંદિર જોયું હતું. તેમને રચેલ “રાણિગપુર' ચતુર્મુખ પ્રસાદ સ્તવનમાં આ રાણપુર નગરને ત્યારના ગુજરાતના પાટનગર પાટણ સાથે સરખાવ્યું હતું. તેમના
Page #117
--------------------------------------------------------------------------
________________
લખવા મુજબ ત્યારે સમૃદ્ધ અને સંપત્તિવાન ત્રણ હજાર શ્રાવકોનાં ઘર . હતાં. મોગલ બાદશાહ અકબરના સમયમાં શ્રી હરવિજ્ય સૂરીશ્વરજીના સદુપદેશથી મેઘનાથ મંડપ બાંધવાનો અને જીર્ણોદ્ધાર કરાવવાનો ઉલ્લેખ મળે છે. બે જૈન મુનિઓએ આ મંદિર પર સ્તવનો રચીને તીર્થની સુંદરતાના વખાણ કર્યા છે અને પંડિત મેધગણિવર્ય અહીં સાત મંદિરો હોવાનો અને શ્રી વિમળસૂરીજીએ પાંચ મંદિરો હોવાનો ઉલ્લેખ કર્યો છે, પણ હાલ તો ત્રણ મંદિરો જ છે. આ ત્રણ મંદિરોમાં “ધરણ વિહાર મંદિર' ટેકરીઓની વચમાં તેના ગંગનચુંબી શિખરો સાથે પુરાણીનગરી રાણકપુરના ભૂતકાળના ભવ્ય ઈતિહાસનો ખ્યાલ આપતું અસલ હાલતમાં ખડું છે. એ ખરું કે વિક્રમ સંવત ૨૦૦૯ની સાલમાં શ્વેતાંબર જૈન સંઘની જાણીતી પેઢી આણંદજી કલ્યાણજી દ્વારા તેનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો હતો. મુખ્ય મંદિરની ચૌમુખ ભગવાનની સંગેમરમરની પ્રતિમા બિલકુલ જીર્ણ થઈ ગઈ હતી. એને અસલના જેવી જ નવી બનાવવામાં આવી છે. અસલ મૂર્તિને બહાર એક બાજુ પર રાખી મૂકવામાં આવી છે. તે પ્રાચીન શિલ્પકળાનો ખ્યાલ આપે છે. - જ્યારે આણંદજી કલ્યાણજીની પેઢીએ આ મંદિરનો વહીવટ તેમના હાથમાં લીધો ત્યારે તો આ મંદિર અને તેની આસપાસની ભૂમિ બહુ જ બિસ્માર હાલતમાં હતી. મંદિરમાં ઝેરીલા જીવજંતુઓ અને પક્ષીઓના માળા હતા. ત્યારે ત્યાં રહેવાની અને ખાવાપીવાની કોઈ વ્યવસ્થા ન હતી આણંદજી કલ્યાણજીની પેઢીએ જીર્ણોદ્ધાર કરાવવાની સાથે સાથે રહેવા માટે સુખ-સગવડતાવાળી ધર્મશાળા અને ખાવાપીવા માટે ભોજનશાળાની વ્યવસ્થા કરી. આ વ્યવસ્થાને લીધે હાલમાં માત્ર જૈનો જ નહિ પણ ઈતર કોમના દેશ પરદેશના પર્યટકો આ અપ્રતિમ ભવ્ય મંદિર જોવા આવે છે.
આ મંદિર બંધાવવા માટે ઘરણાશાહને પ્રેરણા મળી. તેનો પણ દિલચસ્પ ઈતિહાસ છે. મુખ્ય પ્રેરણા ધરણાશાહને શ્રી સોમસુંદર સૂરીશ્વરજી મહારાજ તરફથી મળી હતી. તેમના ઉપદેશથી તેમનામાં
Page #118
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક વૃત્તિ જાગૃત થઈ અને આદિનાથ ભગવાનનું ભવ્ય મંદિર બાંધવાની ભાવના થઈ. એમ કહેવાય છે કે એકદિવસ સ્વમમાં “નલિની ગુર્ભદેવ વિમાનમાં તેમને દર્શન થયાં. આથી તેમના અંતર આત્મામાં તેના જેવું અલૌકિક ભાવિ પેઢી માટે પ્રેરણાત્મક સ્થાપત્ય અને શિલ્પ કલામાં ઉત્કૃષ્ટ તથા સર્વાગ સુંદર, જૈન ધર્મનું ગૌરવ વધારે તેવું મંદિર બાંધવાની પ્રેરણા થઈ. ધરણાશાહે કુંભારાણાને આવું મંદિર નિર્માણ કરવાની વાત કરી ત્યારે રાણા પ્રસન્ન થયા અને આવા નવા મંદિર નજદીક એક નગર વસાવવાની સલાહ આપી. આ વાત ઉપરથી એમ ખ્યાલ આવે છે કે રાણકપુરનું મંદિર બંધાયું. તે અરસામાંજ રાણકપુર નગર પણ વસાવવામાં આવ્યું હશે.
આ મંદિરના શિલ્પકાર મુંડારાનિવાસી શ્રીદેવજી હતા. તેમને આ મંદિર બનાવવામાં પોતાનું જીવન ભક્તિભાવથી કલાને અર્પણ કરી સ્થાપત્ય અને શિલ્પકળાનું એક બેનમૂન મંદિર ઊભું કર્યું જે આજે પણ સ્થાપત્ય અને શિલ્પકળાની એક અપ્રતિમ ઈમારત છે.
ધરણાશાહ પણ આ મંદિરને અપ્રતિમ બનાવવા માગતા હતા એટલે તેમને વિભિન્ન સ્થપતિઓ અને શિલ્પકારો પાસે સ્થાપત્યના નકશાઓ મંગાવ્યા. આ બધામાં દેવજી કલાકારે ભક્તિભાવથી ધરણાશાહની મંદિરને ઉત્કૃષ્ટ પ્રકારનું બનાવવા માટેની ભાવનાને સમજી, મંદિરનો નકશો તૈયાર કર્યો. ધરણાશાહને આ નકશો પસંદ પડ્યો અને તેમને શુભ દિવસ જોઈ મંદિરનું નિર્માણ કરવાનું કામ શીધ્રપણે આરંભ્ય.
આ મંદિરમાં ભારતના સ્થાપત્ય અને શિલ્પકળાના અદ્વિતીય નમૂના જોવાના મળે છે. ત્યારના કલાકારો કેટલા સિદ્ધહસ્ત હતા તેનું આ મંદિર ઉત્તમ પ્રમાણ છે. તેમાં સ્થળે સ્થળે શિલ્પ સમૃદ્ધિ વેરાયેલી છે. તેમાં ઉત્તમ પ્રકારની કોતરણીવાળા સુશોભિત સ્તંભો, તોરણો અને શિખરોની વિવિધતા જોનારને મંત્રમુગ્ધ કરે છે. મંદિર સમચોરસ છે અને એક ઊંચી ઊભણી ઉપર બાંધવામાં આવ્યું છે. તે ત્રણ માળનું છે. પ્રથમ માળ પર
Page #119
--------------------------------------------------------------------------
________________
ચઢવા માટે ચારે બાજુ પગથિયાં છે. એવી જ રીતે, પ્રવેશ કરવા માટે ચારે બાજુ દ્વારો છે. પહેલે માળે વચમાં રંગમંડપ છે. ચાર દિશામાં આવેલા આવા ચાર મેઘનાદ મંડપો છે. આ મંડપો પણ અજોડ છે. તેમાં ધણીજ બારીકાઈથી કોતરવામાં આવેલા લગભગ ચાલીસ ફૂટ ઊંચા સ્તંભો છે. સ્તંભોની વચમાં મોતીઓની માળાની જેમ લટકતાં ઉત્કૃષ્ટ પ્રકારની કોતરણીવાળાં તોરણો છે. મંડપની ઉપર ગુંબજ છે. તેની સુંદર કોતરકામવાળી છતોમાં વચ્ચે ઝુમરની જેમ લટકતાં કોતરકામવાળાં લોલક છે. ગુંબજના ખૂણાના ભાગ ઉપર પૂતળીઓની મૂર્તિઓ કોતરવામાં આવી છે. શિખરોના ગુંબજ અને છતો ઉપર કેટલાક પુરાતન પ્રસંગો કોતરવામાં આવ્યા છે. સ્તંભો અને છત પર સુશોભિત અલંકરણો છે.
મંદિરના ગર્ભગૃહમાં ચારે દિશાઓમાં ભગવાન આદિનાથની ૭૨ (બહોતેર) ઈંચ ઊંચી શ્વેતવર્ણી પદ્માસનસ્થ પ્રતિમાઓ છે. એવી જ રીતે બીજે અને ત્રીજે માળે, ચારે દિશામાં ચાર ચાર તીર્થકરોની પ્રતિમાઓ છે. આથી આ મંદિરને ચતુર્મુખ જિન પ્રસાદ કહેવામાં આવે છે. આ મંદિરમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ તથા સહસ્ત્રફૂટની શિલાપટ્ટ મૂર્તિઓ છે.
આ મંદિરની ઉત્તરદિશા તરફ રાયણવૃક્ષ તથા ભગવાન આદિનાથના ચરણચિહ્નો છે. મંદિરમાં કેટલાંક ભોંયરાં છે. રાણકપુરના મંદિરની કોતરણી આબુના દેલવાડાના મંદિરની કોતરણી જેવી જ આકર્ષક છે, પણ આ મંદિરની વિશાળતા યાત્રાળુઓને અને પર્યટકોને વધુ આકર્ષિત કરે છે. જનસમૂહમાં એવી કહેવત પડી છે કે "આબુની કોતરણી અને રાણકપુરની માંડણી”. આમ, આ મંદિરની શૈલી બિલકુલ નિરાળી અને વિશ્વવિખ્યાત છે- અહીં મંદિરની બહારનું દ્રશ્ય આકર્ષક છે તો અંદરની શિલ્પકળા અદ્ભૂત છે. ભારતીય શિલ્પકળાના અદ્વિતીય નમૂનાઓથી મંદિર છવાઈ ગયું છે. અહીંની શિલ્પકળા, વાસ્તુવિદ્યાની પ્રગતિ અને શિલ્પકારોની સિદ્ધહસ્તતાનું પ્રમાણ પુરૂં પાડે છેમંદિરની સહુથી અદ્વિતીય વિશેષતા તેની કલાત્મક સંભાવલિ છે. આ સ્તંભોની સંખ્યા ૧૪૪૪ (ચૌદસોને સુવાલીસ) છે. આ સ્તંભોના આધારે (૨૯) ઓગણત્રીસ
Page #120
--------------------------------------------------------------------------
________________
વિશાળ ખંડો બાંધવામાં આવ્યાં છે. સામાન્યપણે આ સ્તંભોને ગણવા પણ મુશ્કેલ છે. સ્થપતિઓએ સ્તંભોની ગોઠવણી એવી વ્યવસ્થિત અને ગણતરીપૂર્વક કરી છે કે યાત્રાળુ અથવા પર્યટક મંદિરના ગમે તે ભાગમાં ઊભો રહે તો પણ તેને ગર્ભગૃહમાં પ્રસ્થાપિત મૂળનાયક આદિશ્વર ભગવાનની પ્રતિમાનાં દર્શન તો થાય જ. દરેક સ્તંભોની કોતરણી નિરનિરાળી અલગ પ્રકારની શિલ્પકળામાં કરવામાં આવી છે અને તે બેનમૂન છે. વળી સ્તંભો એક સરખા પણ નથી. કોઈ નાના છે તો કોઈ મોટા છે. કોઈ પાતળા છે અને કોઈ સાદા પણ છે. આટલી મોટી સંખ્યામાં સ્તંભો હોવા છતાં તેની ગોઠવણી અને અલગ અલગ શિલ્પકળાની કોતરણી જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય છે. જ્યારે વિજ્ઞાન અને ટેક્નૉલોજીનો આટલો વિકાસ થયો ન હતો તે જમાનામાં સંપૂર્ણ કલામય રીતે બનાવેલા આ મંદિર ત્યારના સ્થપતિઓ અને શિલ્પકારો કેટલા ઉચ્ચ કોટિના હશે તેનો ખ્યાલ આપે છે.
આ મંદિર, આરસપહાણના પત્થરમાં બનાવેલું છે પણ આજે તે પત્થર સ્ફટિક જેવા સફેદ નથી લાગતા. પત્થર કંઈક કાળા પડતા લાગે છે. અસલ જ્યારે મંદિર બંધાવ્યું ત્યારે જ એવા પત્થર હશે કે સમયના જતાં પત્થરમાં કાળાશ આવી હશે તે કહેવું મુશ્કેલ છે પણ તેની સ્થાપત્ય અને શિલ્પકળા એટલી ઉત્કૃષ્ટ પ્રકારની છે કે મંદિર આટલું ઊંચું અને સમચોરસ હોવાં છતાં, તેમાં રહેલી સપ્રમાણતા આંખે ઊડીને વળગે તેવી છે.
આ મંદિરની ઊંચી ઊભણી પર કરવામાં આવેલી માંડણી, સ્થાપત્ય અને શિલ્પકળા, તેની વિશાળતા અને સપ્રમાણતા, તેની સમચોરસ ચતુર્મુખ બાંધણી અને તેની ચોરાસી દેવકુલિકાઓ જોતાં આ મંદિરને તાજમહાલ કરતાં પણ ઊંચે સ્થાને મૂકી શકાય. તાજમહાલ એક પ્રેમનું પ્રતીક છે. એક પ્રેમી શહેનશાહે તેની બેગમની સ્મૃતિમાં - એક રીતે કહીએ તો કારીગરો અને મજદૂરોના આંસુ અને પસીનાથી બાંધેલી ઈમારત છે. જ્યારે આ એક ભક્તહદયી ભક્ત વૈરાગ્યની ભાવનાથી બાંધેલી ઈમારત છે અને એના સ્થપતિએ એટલો જ ભક્તિભાવ રેડીને
Page #121
--------------------------------------------------------------------------
________________
તેને સોળે કળાના શણગારથી સજી છે. એ ખરું કે આ ઈમારત હાલ એક શાંત નિર્જન વનમાં અને ભૌગોલિક દ્રષ્ટિએ એક ખૂણામાં આવેલી છે. તેના પત્થર આરસ પહાણના હોવા છતાં તાજમહાલના પત્થર જેટલા સફેદ અને આકર્ષક નથી. વળી તાજમહાલના આગળના ભાગમાં પાણીનો હોજ જેમાં તાજમહલ નું અપ્રતિમ પ્રતિબિંબ પડે છે તે પણ અહીંયાં નથી, છતાં આ મંદિર ભારતના અનેક સ્થાપત્ય અને શિલ્પકળાના ઉત્કૃષ્ટ મંદિરોમાં એક અનોખી ભાત પાડે છે. તે એક અનોખી શૈલીમાં બાંધવામાં આવ્યું છે. અહીં કલાની ભવ્યતા અને રમ્યતાનો સુભગ સમન્વય થયો છે.
રાણકપુર આગળ પ્રાકૃતિક સૌંદર્ય પણ અનુપમ છે.
એક બાજુ નદી વહે છે, બીજી બાજુ ટેકરીઓ છે. બાજુમાં જંગલો છે. પહેલાં તો અહીં વન્ય પશુઓ પણ હતાં. જાતજાતના પંખીઓનો કલરવ તો આજે પણ સાંભળવા મળે છે અને તે યાત્રાળુઓ અને પર્યટકોના આનંદમાં ઉમેરો કરે છે. આમ અહીંયા પ્રાકૃતિક સૌંદર્યનો અને માનવ નિર્મિત લલિતકળાના સૌંદર્યનો સુભગ સમન્વય થયો છે. જગા નિર્જન હોઈ વાતાવરણ ઘણું શાંત અને પવિત્ર લાગે છે અને માનવીમાં રહેલી ઉદ્દાત્ત ભાવનાઓને જાગૃત કરે છે.
સ્વર્ગસ્થ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ, સીબા (Ciba)ના મેનેજીંગ ડાયરેક્ટરને આ મંદિર જેવા રાણકપુર લઈ ગયા હતા. આ મંદિરની શિલ્પકળા અને ખાસ કરીને સ્થાપત્ય કલા જોઈને સીબા (Ciba)ના મેનેજીંગ ડાયરેક્ટર એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમને આ મંદિરની સ્થાપત્ય કલાના, અને તેની શિલ્પકળાના મંદિરના અંદરના ભાગમાંથી બધી બાજુએથી ફોટાઓ લેવા પેરિસથી એક નિષ્ણાત ફોટોગ્રાફરને પોતાના ખર્ચે, ભારત મોકલી ફોટાઓ લેવડાવ્યા હતા. તેનું એક આલ્બમ બનાવીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ભેટ તરીકે મોકલાવ્યું હતું.મારી જાણ
S ૮૯ SSSSSS
Page #122
--------------------------------------------------------------------------
________________
મુજબ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તે આલ્બમની હજારો નકલ બનાવી યાત્રાળુઓને મૂળ કિંમતે વેચી હતી. આજે આ આલ્બમની કોપીઓ મળતી નથી. આણંદજી કલ્યાણજીની પેઢી તે આલ્બમને ફરીથી પ્રગટ કરે તેવું મારું સૂચન અને વિનંતી છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
જેસલમેર ઃ જેનોનું છેવટનું યાત્રાધામ
જેસલમેર થર રણના અંતમાં હિન્દના વાયવ્ય ભાગમાં સરહદ પર આવેલું, એની બેનમૂન સ્થાપત્ય અને શિલ્પકલા માટેનું એક મશહૂર શહેર છે. રણની સરહદ પર આ આવેલ શહેરમાં પર્યટકોના મનને જે મોહિત કરે છે તે તેનો ભવ્ય વિશાળ કિલ્લો, તેમાં આવેલી પીળા પત્થરની મહેલાતો અને હવેલીઓ, તેના બેનમૂન કોતરકામવાળા ઝરૂખાઓ, મંદિરો અને સરોવરો. આ શહેરને ઈ.સ. ૧૧૫૬માં યાદવ રાજપૂત રાજા રાવલ જૈસલસિંગે બંધાવ્યું હતું. તેના નામ ઉપરથી તેનું નામ જેસલમેર પાડવામાં આવ્યું.
જોધપુર - જેસલમેરની મીટરગેજ રેલ્વે ઉપર આવેલું તે છેલ્લું સ્ટેશન છે. મૂળ જેસલમેર, ત્રણ માઈલની ફરતી દીવાલમાં વસેલું હતું. આથી તેને કિલ્લાનગર પણ કહેવામાં આવતું. ચિતોડગઢ પછીનો આ બીજો જૂનામાં જૂનો કિલ્લો છે, તે ત્રિકુટ ટેકરીની ઉપર જમીનથી લગભગ ૨૫૦ ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવ્યો છે. કિલ્લાને ફરતી પંદર ફૂટ ઊંચાઈની પત્થરની મજબૂત દીવાલો છે. કિલ્લાની અંદર જૂના મહેલો, જૈન અને વૈષ્ણવ ધર્મના મંદિરો અને કેટલાંક ધરો આવેલાં છે. ગઢને ફરતી ત્રણ ત્રણ દિવાલો છે તેમાં નવ્વાણું બુરો છે, જે યુદ્ધના સમયમાં બચાવ માટે ઘણા ઉપયોગી હતા. આ કિલ્લામાંથી રત્ના નામે રાજકુંવરી, અલ્લાઉદ્દીન ખિલજીના લશ્કર સાથે બાર વર્ષ સુધી લડી હતી. ગઢના દરવાજા સૂરજ પોળ, ગણેશ પોળ અને હવા પોળના નામથી ઓળખાય છે.
કિલ્લાની ગગનચુંબી ઊંચાઈ અને વિશાળતા પર્યટકને જેસલમેર પહોંચતા પહેલાં દૂરથી જ મોહિત કરી દે છે. નગરની બહાર વિશાળ પાળવાળું ગડીસાગર નામનું સરોવર છે. સરોવર પર
Page #124
--------------------------------------------------------------------------
________________
પનિહારીઓ માથે બેડાં મૂકી પાણી ભરવા આવે છે. પનઘટ તથા પનિહારીઓનું આ દ્રશ્ય પણ ઘણું આકર્ષક છે. અનેક કવિઓએ એ દ્રશ્યને કાવ્યોમાં ઉતારેલ છે. પનિહારી” નામે પ્રસિદ્ધિ પામેલ કાવ્ય લખવાની પ્રેરણા કવિને આ સ્થળેથી મળી હશે તેમ માની શકાય. ગડીસાગર સરોવરથી આગળ આવતાં કિલ્લાના બુરજો અને કિલ્લાની મધ્યમાં આવેલાં પાંચ સાત મંદિરોના ઊચ્ચ શિખરો પર્યટકને જેસલમેર વિશે કુતૂહલતાથી ભરી દે છે અને જેસલમેર જોવાની ઉત્સુકતા વધારી મૂકે છે.
કિલ્લો : કિલ્લાના પ્રથમ વારમાં પ્રવેશ કરતાં જ એક સાત માળનો મહેલ નજરે પડે છે. આ મહેલ છત્રીના આકારની છતોવાળા મજબૂત મકાનોનો બનેલો છે. તેમાં ઉત્કૃષ્ટ પ્રકારના કોતરકામથી શણગારાયેલા ઝરૂખાઓ અને ગુંબજો છે. રંગમહેલ, સર્વોત્તમ વિલાસ, ગજવિલાસ, ઝનાના મહેલ, મોતી મહેલ આદિ મહેલો આવેલા છે. તેમાં ઝરૂખાઓ ઉત્તમ પ્રકારની કારીગરીના નમૂનાઓ છે. તેમાં જેને સતીઓની સીડીઓ કહે છે તે સીડીઓ પણ આવેલી છે. જ્યાંથી બહાદુર રજપૂતાણીઓએ પોતાના સ્વમાન અને ઈજ્જતની રક્ષા કરવા માટે જોહર કરી જીવનની આહુતિ આપી હતી. આ સતીઓની સીડી પાછળ એક જૈસલ નામે કૂવો આવેલો છે. દંતકથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ તેમના સુદર્શન ચક્ર દ્વારા આ કૂવો ખોદ્યો હતો. ત્યાંથી થોડે દૂર ૧૪મી સદીમાં બંધાયેલા લક્ષ્મીનાથજી અર્થાત ભગવાન વિષ્ણુનું મંદિર આવેલું છે. તેની બાજુમાં શિવ વિષ્ણુનું મંદિર આવેલું છે. તેની બાજુમાં શિવ અને ગણેશના મંદિરો છે. ઊંચા પહાડો પર બાંધેલ જેસલમેર, નગરનો વિશાળ કિલ્લો, પીળા પત્થરોથી બનાવેલો છે. સવારના સૂર્યોદય સમયે આ પીળા પત્થરો પર પડતાં સૂર્યનાં કિરણો એટલા આકર્ષક લાગે છે કે આ નગરી જાણે સોનાની નગરી ન હોય તેવો ખ્યાલ આપે છે. આની ગૌરવ ગરિમાનું સુંદર વર્ણન સાહિત્યકાર શહીદ સાગરમલજીએ નીચેની પંક્તિઓમાં કર્યું છે.
S
Page #125
--------------------------------------------------------------------------
________________
ગઢ ચિતોડ સમ અજય હિમગિરિસા ગિરિધ્ધત, મહા તુચ્છ હૈ જિસકે આગે સ્વર્ગભૂમિ કૈલાસ ધામ; મિટી ગુલામી નૌરોજા કી પ્રબલશત્રુકા કરકે તેરા; ઉત્તર ઘર કિવાડ કહાવે યહી હમારા જેસલમેર; જેસલમેરમાં આવેલ વિશાળ ભવ્ય જૈન મંદિરો અને તેની સ્થાપત્ય અને શિલ્પકળા, તેના જ્ઞાન ભંડારો, ગડી સાગર તળાવ, પટવા વગેરેની ગંગનચુંબી ભવ્ય કોતરકામવાળી હવેલીઓ, ઊંચા પહાડ પર બાંધેલો કિલ્લો, તેનાં રાજમહેલો, કવિએ લખેલી પંક્તિઓની સાર્થકતા પૂરવાર
કરે છે.
મધ્યકાલીન યુગમાં જેસલમેર પશ્ચિમ એશિયા સાથે વેપારથી જોડાયેલું હતું. ત્યારે તે પશ્ચિમ એશિયામાં જતી અને આવતી ઊંટોની વણઝારનું એક અગત્યનું વ્યાપાર કેન્દ્ર હતું. જેસલમેરના સાહસિક વેપારીઓ પરદેશ સાથેના વ્યાપાર દ્વારા અનર્ગલ સંપત્તિ કમાયા હતા, અને સુવર્ણરંગી વેળુ પાષાણોમાંથી ઉત્કૃષ્ટ સ્થપતિઓ અને શિલ્પીઓ દ્વારા ભવ્ય મહાલયો અને હવેલીઓ બંધાવી હતી. આજે એ ભવ્ય હવેલીઓ અને ભવનો, ઉજ્જવળ ભૂતકાળની ઝાંખી કરાવતાં બિસ્માર હાલતમાં પડ્યાં છે. આમ છતાં એ વૈભવશાળી ભવનો જોવા ભારતભરમાંથી અને પરદેશથી પ્રવાસીઓ આવે છે. - જેસલમેરના સાંકડા માર્ગ પર આ હવેલીઓ આવેલી હોઈને માર્ગની વચ્ચે ઊભા રહીને જોતાં તે ઘણી આકર્ષક લાગે છે. સ્થાપત્ય અને શિલ્પની
આ ઉત્કૃષ્ટ કલાકૃતિઓ છે. તેમાં પટવાઓની હવેલીઓ ઉત્તમ પ્રકારના શિલ્પના કોતરકામવાળી છે. કેટલાક ખંડોમાં ઉત્તમ કોટિના ભત ચિત્રો આલેખવામાં આવ્યાં છે. હવેલીના ઝરૂખાઓ અને બારીઓ સૂક્ષ્મ પ્રકારના શિલ્પ અને નકશીથી કોતરાયેલા હોઈને હવેલીઓની સુંદરતાને વધુ આકર્ષિત બનાવે છે.
કોતરણી દ્વારા હવેલીઓના પ્રવેશદ્વાર આગળ વેલ,બૂટા,પત્ર, પુષ્પ
Page #126
--------------------------------------------------------------------------
________________
વગેરેનાં સુંદર દ્રશ્યો ખડાં કરવામાં આવ્યાં છે.
વિશિષ્ટ પ્રકારના કોતરકામવાળી હવેલીઓ હોવાના કારણે જેસલમેર હવેલીઓના શહેર તરીકે જાણીતું છે. પત્થરમાંથી કોતરી કાઢવામાં આવેલી આડભીંતો, કોતરકામવાળા ઝરૂખાઓ અને ગુંબજે, સોનેરી રંગથી ચીતરવામાં આવેલાં ભીંતચિત્રો, રંગીન પત્થર અને છીપલાં તેમજ શંખલામાં કરવામાં આવેલું ચિત્રકામ સહેલાણીઓને પ્રભાવિત કરે છે, ચિત્રકામ એટલું સુંદર અને આકર્ષક છે કે આખી હવેલીઓ જાણે એક પત્થરમાંથી ન બની હોય તેવો ખ્યાલ આપે છે.
સુંદર કોતરકામવાળા સ્તંભો, એવી જ સુંદર કોતરકામવાળી કમાનોને આધાર આપીને એકની ઉપર-એક, એમ માળો બાંધેલા છે અને આ હવેલીઓ રસ્તાની બન્ને બાજુએ હોઈને એક વિલક્ષણ પ્રકારનું દ્રશ્ય ખડું કરે છે. આ હવેલીઓમાં મોટામાં મોટી હવેલી પાંચ માળની છે.
આવી જ એક હવેલી નથમલજીની હવેલીના નામે જાણીતી છે. આ હવેલીમાં પત્થરમાં એક પ્રકારનું નાજુક ભરતકામ કર્યું હોય તેવો ભાવ પેદા કરે છે અને પત્થરનું કોતરકામ પરિપૂર્ણતાએ પહોંચ્યું હોય તેવો ખ્યાલ આપે છે. આ હવેલીની વિશિષ્ટતા એ છે કે તેને બે મુસ્લિમ સલાટ ભાઈઓએ બાંધી હતી. બન્નેએ એક એક બાજુથી બાંધવાની શરૂઆત કરી હતી પણ મહત્ત્વની હકીકત એ છે કે બન્નેનું કોતરકામ એક બીજાથી ભિન્ન છે.
જેસલમેર તેની આગવી અને વિશિષ્ટ કળા માટે પ્રસિદ્ધ છે. શિલ્પીઓએ પત્થરના એકે એક ભાગ પર કોતરકામ દ્વારા તેમની કલાને પ્રદર્શિત કરી છે. વળી, ભારતમાં જેસલમેર એક જ એવું સ્થળ છે જ્યાં માત્ર મંદિરોમાં, હવેલીઓમાં અને મહેલોમાં જ નહિ પણ લગભગ દરેક ઘરના છામાં અને ઝરૂખાઓમાં શિલ્પકળા દ્વારા સુંદર કોતરકામના નમૂનાઓ મળે છે. અહિનો પીળો પત્થર સખત હોવા છતાં, શિલ્પીઓએ તેમના કલા કૌશલ્ય દ્વારા તેમાં સુંદર કોતરકામ કર્યું છે.
SSSSSSS ૯૪ N
Page #127
--------------------------------------------------------------------------
________________
જૈન મંદિરો :- ઈસવીસનની ૧૨મીથી પંદરમી સદીમાં જેસલમેરના સુવર્ણયુગમાં ખરતર ગચ્છના શ્રી શ્વેતાંબર જૈન ધર્મીઓની બાલબાલા હતી ને તેઓ ઉન્નતિ અને સમૃદ્ધિના શિખરે હતા. રશિયા અફધાનિસ્તાન, ભાવલપુર, સિંધ અને ચીન વગરે દેશોથી આવતું અનાજ, સૂકોમેવો, ચાંદી, અફીણ વગેરે ધંધાઓ ઉપર તેઓનો કાબૂ હતો અને તેમાં અઢળક ધન કમાતા હતા. ત્યારે આ પંથના લગભગ ૨૭૦૦ કુટુંબો જેસલમેરમાં વસતાં હતાં. તેમાંનાં ધણા કુટુંબો અતિસમૃદ્ધ અને સંપત્તિવાન હતાં. આ જૈન શ્રેષ્ઠીઓએ જેસલમેરમાં માત્ર મોટી મોટી હવેલીઓજ બાંધી ન હતી પણ કિલ્લામાં અને કિલ્લાની બહાર ધણા વિશાળ, ભવ્ય અને કલાત્મક જૈન મંદિરો અને ઉપાશ્રયો પણ બંધાવ્યા હતાં, અને જ્ઞાન ભંડારો વસાવ્યા હતા. આજે પણ કિલ્લામાં અને શહેરમાં મળી કુલ ૧૩ મંદિરો અને ૧૯ ઉપાશ્રયો છે અને સાત જ્ઞાન ભંડારો છે. ઉપરોક્ત તેર મંદિર પૈકી, મહત્ત્વના ત્રણ મંદિરો કિલ્લામાં આવેલાં છે. બાકીના શહેરમાં છે. પણ આ બધાં જ મંદિરો ઊંચા ઊંચા શિખરો અને ગુંબજોવાળા વિશાળ મંદિરો છે. આ વિશાળ મંદિરો ઉપાશ્રયો અને જ્ઞાન ભંડારોને કારણે આજે પણ જેસલમેર શ્વેતાંબર જૈનોનું એક મહત્ત્વનું અને મહાન તીર્થંધામ માનવામાં આવે છે. જેમ હિન્દુઓ બદ્રિકાશ્રમની યાત્રા વિના યાત્રાને અધૂરી માને છે તેમ જૈનો પણ જેસલમેરથી સાત કિલોમીટરના અંતરે આવેલ લોદુ૨વાજી યાને લોઢુવા અને જેસલમેરની યાત્રા કર્યા વિના, તેમણે કરેલ તીર્થ યાત્રાઓને અધૂરી માને છે. દર વર્ષે હજારોની સંખ્યામાં જૈનો, સંઘ કાઢીને અહિં યાત્રા કરવા આવે છે.
અહિંના જૈન મંદિરોમાં ઉત્કૃષ્ટ પ્રકારની શિલ્પકળા અને સ્થાપત્ય કલાનાં દર્શન થાય છે. સલાટો અને શિલ્પીઓએ પોતાની હથોડી અને છીણી વડે આ મંદિરો બંધાવનારની હાર્દિક ભાવનાઓને અહિંના પીળા પત્થરોમાં મૂર્ત સ્વરૂપ આપીને ભક્તિ અને કલાનો સમન્વય સાધ્યો છે.
કિલ્લાના મંદિરોમાં પ્રથમ મંદિર જૈનોના ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે. અહિં પ્રસ્થાપિત કરવામાં આવેલી મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા મૂળ લોઢુવાના મંદિરમાં
૯૫
Page #128
--------------------------------------------------------------------------
________________
હતી. તેના પર સંવત બે (૨)નો ઉત્કીર્ણ લેખ છે. આ પ્રતિમા લોઢુવાથી અહિં લાવવાની પાછળ એક કડવાશ ભર્યો ઈતિહાસ છે.
જેસલજીએ વિક્રમ સંવતની ૧૩મી સદીની શરૂઆતમાં જેસલમેર વસાવ્યું, તે અગાઉ લોઢુવામાં તેમના ભત્રીજા ભોજદેવ રાવળ રાજ્ય કરતા હતા. કાકા ભત્રીજામાં કંઈ અણબનાવ થવાથી જેસલજીએ મહમદ ધોરીની મદદથી લોઢુવા પર ચઢાઈ કરી, ભોજદેવને હરાવી લોઢુવા જીતી લીધું. લડાઈમાં લોવાના હજારો સૈનિકો માર્યા ગયા હતા, અને પ્રજા ભયની મારી લોઢુવા છોડી વેરવિખેર થઈ ગઈ હતી. એટલે જેસલજીએ લોકુવાથી અહિ આવી જેસલમેર વસાવ્યું હતું અને સાથે લોઢુવા મંદિરના મૂળનાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા લાવ્યા હતા. આ પ્રતિમાને આચાર્ય શ્રી જીનપતિ સૂરિશ્વરજીના દ્વારા વિરાજીત કરવાનો ઉલ્લેખ છે. ત્યારબાદ મંદિર બંધાવીને પ્રતિમાની પ્રતિષ્ઠા આચાર્ય શ્રીજીનકુશળ સૂરીશ્વરજીના હસ્તે કરાવવામાં આવી હતી. તે પછી મંદિરનું નવનિર્માણ કરી, વિક્રમ સંવત ૧૪૭૩માં પ્રતિમાની પુન:પ્રતિષ્ઠા કરી મંદિરનું નામ લક્ષ્મણ વિહાર” રાખ્યાનો ઉલ્લેખ મળી આવે છે.
આ મંદિરને જેસલમેરનું મુખ્ય મંદિર માનવામાં આવે છે અને તેમાં મૂળ નાયક શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હોઈને તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરના નામથી પણ પ્રચલિત છે. અહિંના બીજા મંદિરો સોળમી સદીમાં બંધાયાનો ઉલ્લેખ છે.
અહિં મંદિરોમાં હજારો નાની મોટી જીન પ્રતિમાઓની પૂજા કરવામાં આવે છે. શ્રી શત્રુંજ્ય તીર્થ પછી આટલી મોટી સંખ્યામાં પૂજિત પ્રતિમાઓ જેસલમેર સિવાય ભાગ્યે જ બીજા કોઈ સ્થળે હશે. અહિં એક પાષાણ પટમાં જવ જેટલા મંદિરમાં તલ જેટલી પ્રતિમા કોતરવામાં આવી છે.
મંદિરનું મુખ્યદ્વાર નાનું છે પણ તેના દરવાજાનું વિશાળ તોરણ ધણુંજ કલાત્મક અને આકર્ષક છે, તોરણની બન્ને બાજુએ દેવદેવીઓની મૂર્તિઓ છે. જેમાં ભૈરવ મુખ્ય છે. સુંદર કલાત્મક મૂર્તિઓ, વાદક વાદિનીઓની મુદ્રાઓ, હાથી, સિંહ અને અને ઘોડાની મુખાકૃતિઓ અને કલામય
Page #129
--------------------------------------------------------------------------
________________
વેલબુટ્ટાની કારીગીરીથી આ તોરણ અતિસુંદર લાગે છે. મંદિરના મુખ્ય દ્વારા આગળ અને સભામંડપમાં પ્રવેશ કરતાં આવાં જ તોરણો છે. આ મંદિર બાવન જિનાલય મંદિર છે. આ બધી દેવકુલિકાઓમાં ઉત્કૃષ્ટ પ્રકારની મૂર્તિઓ કંડારવામાં આવી છે. મંદિરમાં એક પંચઘડી મૂર્તિ છે. એક મોઢા અને પાંચ ધડવાળી મૂર્તિને ગમે તે બાજુએથી જોઈએ તો મૂર્તિનું મુખ જોનારની સામે જ રહે છે. અહિં મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સિવાય નગ્ન અને મૈથુનરત આકૃતિવાળી મૂર્તિઓ પણ છે. જૈન મંદિરમાં આ પ્રકારની મૂર્તિઓનું અસ્તિત્ત્વ કંઈ આશ્ચર્યજનક લાગે છે, પણ તે ધણીજ કલાત્મક છે. તે જોઈને કામોત્તેજના થતી નથી, પણ કલાત્મક આનંદની અનુભૂતિ થાય છે.
આ બાવન જિનાલય મંદિરની પ્રદક્ષિણા કરીને યાત્રાળુ શ્રી ૠષભદેવના મંદિરના પ્રવેશદ્વારની બહાર આવે છે. સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ આ મંદિર પણ ઉત્કૃષ્ટ પ્રકારનું છે. ત્રીજુ મંદિર, જૈનોના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથજીનું છે. આ મંદિરના સભામંડપની છતમાં આગળના સ્તંભો ઉપર જુદા જુદા પ્રકારનું નૃત્ય કરી રહેલી ઉત્તમ પ્રકારના શિલ્પની નૃત્યાંગનાઓની આકૃતિઓ છે. આ મંદિરમાં સુંદર કલાત્મક નવ તોરણો છે. આથી આ મંદિરને નવ તોરણવાળું મંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં એક ટનલ (બુગદું) છે. જે દ્વારા જ્યાં પુસ્તકોનો ભંડાર રાખવામાં આવે છે ત્યાં જઈ શકાય છે. એમ કહેવાય છે કે આ ટનલ (બોગદું) સોળ કિલોમીટરના અંતરે આવેલા લોદુરવા યાને લોધ્રુવા સુધી જાય છે.
,
આ મંદિરમાં મૂળનાયક શ્રી સંભવનાથજી તથા અન્ય તીર્થંકરોની મૂર્તિઓ છે. મંદિરના સભામંડપમાં એક આકર્ષક ગુંબજ છે. છતના મધ્યભાગમાં આબુના દેલવાડાનાં મંદિરમાં બનાવેલા લટકતાં કમળના લોલક જેવાં લોલક છે. તેની આસપાસ ગોળાકારે બાર અપ્સરાઓ છે તેમાં કોતરવામાં આવેલ અભિનય, અંગમરોડ વગેરે જોતાં તે જીવંત અપ્સરાઓ હોય તેવો ખ્યાલ આવે છે. શ્રી સંભવનાથજીના મંદિરની જમણી બાજુએ શ્રી શાંતિનાથજીનું પ્રવેશદ્વાર આવે છે. આ મંદિરના
૯૭
Page #130
--------------------------------------------------------------------------
________________
ઉપરના ભાગમાં શ્રી શાંતિનાથજીનું મંદિર છે અને નીચેના ભાગમાં શ્રી અષ્ટાપદજીનું મંદિર છે. મંદિરનું શિખર અને મૂર્તિઓ બેહદ આકર્ષક છે. અહિં એક સમવસરણ છે, જેની શિલ્પકળા અસાધારણ અને મનમોહક છે. તેના શિખરના ગુંબજની છતમાં વાજીંત્રો સાથે નૃત્ય કરી રહેલ બાર અપ્સરાઓ આબેહૂબ રીતે ચિત્રાંક્તિ કરવામાં આવી છે.
અષ્ટાપદના મંદિરના અંદરના ભાગમાં હાથી, ઘોડા, સિંહ વગેરેની આકૃતિઓ છે. કોઈ સ્થળે વાંદરાનાં ચિત્રો પણ છે. મંદિરની ચારે બાજુની ભીંતોમાં કળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ પ્રદર્શિત કરતી સુંદર કોતરકામવાળી મૂર્તિઓ છે. કેટલીક યુવતીઓ તુતુરીવાદન કરી, ઢોલક તથા તંબૂરો વગાડતી હોય તેવી નૃત્યની મુદ્રાઓમાં દ્રષ્ટિગોચર થાય છે. આ મૂર્તિઓ તદ્દન સજીવ હોય તેવી લાગે છે. આજની નૃત્યાંગનાઓ પોતાના અંગઉપાંગો દ્વારા નૃત્યની જે મુદ્રાઓ પ્રસ્તુત કરે છે, તેનાથી અનેકગણી આકર્ષક નૃત્યમુદ્રા, આ મૂર્તિઓમાં છે.
એક જગ્યાએ વાઘનો શિકાર કરતી તથા પટ્ટા ખેલતી યુવતીઓનાં ચિત્રો છે. કોઈ કોઈ સ્થળે નગ્ન કામિનીઓની મુદ્રાઓ અને શૃંગાર રસમાં તરબોળ પતિ પોતાની નવયૌવના પત્નીને હોઠ પર હોઠ રાખીને ચુંબન કરતા બતાવવામાં આવ્યા છે.કોઇ સ્થળે કામિની સ્ત્રીઓના અંગ ઉપાંગનું સૌષ્ઠવ સજીવપણે મૂર્તિમંત કરવામાં આવ્યું છે. કંઇક મૂર્તિઓની સુંદર આકર્ષક મુખાકૃતિઓ, વિશાળ ભુજાઓ અને વિશાળ ભાલ, કલાત્મક રીતે ગૂંથેલ વાળોની લટ, તીક્ષ્ણ નયનબાણ, પોપટના જેવું નાક,પાતળા સુંદર હોઠ, મદમસ્ત સ્તન, પાતળી નાજુક કમર, અલંકૃત શરીર વગેરેની સૂક્ષ્મતા તથા ભાવભંગિ આબેહૂબ રીતે કંડારવામાં આવ્યાં છે. અહિંની મૂર્તિઓની શિલ્પકળા જોતાં ખજુરાહો, કોણાર્ક, દેલવાડા વગેરે મંદિરોની શિલ્પકળા મનઃચક્ષુ આગળ ખડી થાય છે.
જ્ઞાન ભંડારો : જેસલમેર તેની હવેલીઓ, મહેલાતો, મંદિરો, સ્થાપત્ય અને શિલ્પકળાના ઉત્કૃષ્ટ નમૂનાઓ, કિલ્લાઓ અને સરોવરો માટે માત્ર જાણીતું નથી. તે તેના જ્ઞાન ભંડારોમાં પ્રાચીન તાડપત્રીય અને
૯૮
Page #131
--------------------------------------------------------------------------
________________
હસ્તલિખિત ગ્રંથોના સંગ્રહની દ્રષ્ટિએ પણ વિશ્વ વિખ્યાત છે. અહિં કુલ સાત જ્ઞાન ભંડારો છે. તેમાં પ્રાકૃત, માગધી, સંસ્કૃત, અપભ્રંશ અને વ્રજ વગેરે ભાષાનાં પુસ્તકો છે. વળી તેમાં જૈન સાહિત્ય ઉપરાંત વૈદિક સાહિત્ય, બૌદ્ધ સાહિત્ય, ન્યાય, અર્થશાસ્ત્ર, કોશ, વૈદ્યક, જ્યોતિષ દર્શન, સાંખ્ય, મમાંસા, વૈશેષિક વગેરે ભારતીય દર્શન તથા કાવ્ય, અલંકાર, છંદ, નાટક, કથા, આખ્યાયિકા, કોશ, વ્યાકરણ વગેરે વિષયોને લગતાં અનેક ગ્રંથો છે, જેમાં જૈન ધર્મનું ભગવતી સુત્ર, નૈષધચરિત્ર, મહાકાવ્ય, નાગાનંદ નાટક, અનધ રાધવનાટક, વેણીસંહાર નાટક, સ્વપ્ર વાસવદત્તા, ભગવદ્દગીતા ભાષ્ય, પાંતજલિ યોગદર્શન, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, શૃંગાર મંજરી, કાવ્ય મીમાંસા, વગેરે કેટલાંક મુખ્ય પુસ્તકો ગણાવી શકાય.
ભારતમાં જ્યારથી સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું ત્યારથી જેસલમેર સંશોધન કરનારાઓનું એક મહત્ત્વનું કેન્દ્ર બની ગયું છે. શ્રી કર્નલ ટોડ, ડૉ બુલ્ડર, ડૉ હોર્મન જે કૉબી, ડૉ. ટીસે ટોરી, પંડિત હિરાલાલ હંસરાજ, શ્રી ચીમનલાલ દલાલ, ડૉ ભાંડારકર, ડૉ ભગવાનદાસ, પંડિત લાલચંદ ગાંધી, શ્રી જિનવિજ્યજી, શ્રી પુણ્ય વિજ્યજી વગેરે કેટલાક જાણીતા વિદ્વાન સંશોધકોએ આ પ્રાચીન ગ્રંથોના ભંડારોનું અલગ અલગ દ્રષ્ટિથી અવલોકન કર્યું છે.
આ ભંડારોમાં શ્રી જિનભદ્રસૂરિ જ્ઞાન ભંડાર એ મુખ્ય ભંડાર છે. દુશમનોના આક્રમણ વખતે શ્રી જિનભદ્રસૂરિજી મહારાજે જેસલમેરના કિલ્લામાં આવેલ શ્રી સંભવનાથ જીનાલયના ભોંયરામાં કેટલીક તાડપત્રી પર પાંડુલિપિમાં લખેલી હસ્તલિખિત પુસ્તકો તેમજ કાગળ પર લખેલા અમૂલ્ય ગ્રંથોનો ખંભાત, અણહિલપુર પાટણ વગેરે જગ્યાએથી લાવીને અહિં સુરક્ષિતા અર્પીને નાશ થતા બચાવ્યા હતા. એમના નામ ઉપરથી આજે પણ આ ભંડાર જીનભદ્રસૂરિજ્ઞાન ભંડાર તરીકે જાણીતો છે. જેસલમેરનો આ ભંડાર ભારતના આવા ભંડારોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
આ ભંડારોમાં કેટલાંક પુસ્તકો સોનેરી અને રૂપેરી અક્ષરોથી લખાયેલાં હતાં. એમ કહેવાય છે કે સોનું ચાંદી મેળવવાની લાલસાથી અહિંના પૂજારીઓએ, કેટલાંક ગ્રંથોને સળગાવી ભસ્મીભૂત કરી નાંખ્યા હતા. આ ભંડારોમાં આજે પણ કેટલાક ગ્રંથો એવા છે કે બીજા કોઇ સ્થળે ઉપલબ્ધ નથી.
આ જ્ઞાન ભંડારમાં એક તાડપત્રનો ગ્રંથ છે. જે ૩૪ ઈંચ લાંબો છે. તેમાં લગભગ પાંચ હજાર પાના પર ફોટાઓ પણ લેવામાં આવ્યા છે. કેટલીક હસ્તપ્રતો રંગબેરંગી ચિત્રોથી સજાવેલી છે, અને કેટલીક હસ્તપ્રતો સુવર્ણ અક્ષરોથી અંકિત છે.
અફસોસની વાત એ છે કે આ ભંડારોનો યોગ્ય ઉપયોગ થતો નથી. તેમાં કંઇક અંશે વહીવટદારો પણ દોષિત હશે. જ્ઞાન ભંડારોને તાળા કૂંચીમાં રાખવામાં આવ્યા છે. જૈન કોમ ધનાઢ્ય છે. આ ભંડા૨ોનો ઉપયોગ કરવા માટે એક સંશોધન વિભાગ શરૂ કરીને તેનો યથોચિત ઉપયોગ કરાવી શકે તેમ છે. આ દિશામાં સરકાર પણ યોગ્ય પગલું ભરી શકે તેમ છે. આપણે તો એટલું જ ઇચ્છીએ કે આ ભંડારોનું જતન થાય, ત્યાં સંશોધન થાય અને માનવ જાતિના જ્ઞાનમાં ઉમેરો
થાય.
આ જ્ઞાન ભંડારના ઓરડામાં પન્નાની એક મૂર્તિ છે જે સોનાની ફ્રેઈમમાં રાખવામાં આવી છે.
જેસલમેરથી લગભગ ૪૧ કિલોમીટરના અંતરે રણના પ્રદેશમાં સુમ નામે ગામ આવેલું છે. સુમા જાતિના રહેવાસીઓના નામ ઉ૫રથી આનું નામ સુમ પાડવામાં આવ્યું હશે. અહિં રેતીઓના ટેકરામાં પડતી લહરીઓ અને મોજાંઓ એક અદ્ભુત દ્રશ્ય ખડું કરે છે. સાંજના ઊંટ પર બેસી ટેકરીઓની ટોચ ઉપર જવાનો અને ત્યાંથી સૂર્યાસ્ત જોવાનો અનુભવ વિરલ છે. રણમાં થતો સૂર્યાસ્ત એક અનોખી ભાત પાડતું મનોહર દ્રશ્ય ખડું કરે છે. ઉપર ચઢીએ છીએ ત્યારે રેતી ગરમ હોય છે પણ સૂર્યાસ્ત થતાં જ રેતી એકદમ ઠંડી થવા લાગે છે. આ દ્રશ્ય જોવા માટે
૧૦૦
Page #133
--------------------------------------------------------------------------
________________
સેંકડોની સંખ્યામાં લોકો આવે છે અને આનો આનંદ માણીને બેહદ ખુશી પ્રદર્શિત કરે છે.
જેસલમેરમાં આ સિવાય તાજીયા ટાવર, ગડીસાગર સરોવર વગેરે જોવાનાં સ્થળો છે. પણ જેસલમેરથી વીસ પચીસ કિલોમીટરની દૂરીએ આવેલા એક સ્થળમાં ઝાડનાં થડ, કરોડો વર્ષના અંતરે પત્થર બની ગયાં છે, તે પુરાતત્ત્વવેત્તાઓએ ખોળી કાઢ્યું છે. અહિં ઘણાં બધાં ઝાડના થડ પત્થર બની ગયેલા જોવા મળે છે. તેમનું રક્ષણ કરવા માટે તેના ઉપર લોખંડની જાળીઓ બનાવવામાં આવી છે. પુરાતત્વવેત્તાઓની ગણતરીએ આ પરિવર્તન કરોડો વર્ષના ગાળા પછી થયું હશે. વળી તેમની ગણતરીએ, આ સ્થળ ઉપર કરોડો વર્ષ પહેલાં દરિયો હતો. આ સ્થળ આગળ એક વિશાળ બાગ બનાવવાની સરકારની યોજના છે, જેથી પર્યટકો આ દ્રશ્યની મઝા માણી શકે.
રણમાં મુસાફરી કરવા માટે ઊંટ, એકમાત્ર પ્રાણી યાને વાહન છે. ઊંટ ખોરાક અને પાણી વિના સેંકડો કિલોમીટરની મુસાફરી કરી શકે છે. રણની લાંબી મુસાફરીમાં ઊંટ ઉપર લાદવામાં આવતા સામાનમાં ગોળ લઈ જવામાં આવે છે, જે ખાઈને ઊંટ લાંબી મુસાફરીઓમાં પણ પોતાની શક્તિ ટકાવી રાખે છે. આના ઉપરથી ઊંટ માટે એક ચાર લીટીની લોકોકિત છે કે.
"લાકડાનો ઘોડો, પત્થરના પગ,
લોખંડનું માળખું, અકેલું લઈ જાય જેસલમેર,
આમ ઊંટના પાતળા પગ રણમાં ચાલતાં પત્થરના પગ જેટલા મજબુત હોય, તેનું શરીર લાકડાના ઘોડા જેવું હોય અને તેનું માળખું લોખંડ જેવું હોય તો જ જેસલમેર પહોંચાડી શકે.
આજે તો જોધપુરથી રેલ્વેગાડી પાંચથી છ કલાકમાં ૨૮૭ કિલોમીટરની દૂરી કાપીને જેસલમેર લઈ જાય છે. રસ્તા માર્ગે મોટરગાડીમાં પણ જઈ શકાય છે. જૂના સમયમાં જ્યારે રેલ્વે ગાડી કે
૧૦૧
Page #134
--------------------------------------------------------------------------
________________
મોટર રસ્તા ન હતા ત્યારે જેસલમેર જવા માટે મુસાફરી કઠિન હતી અને તે રેતીના રણમાં ઊંટ મારફતે જ થઈ શકતી. આજે પણ મોટરગાડીમાં મુસાફરી કરતાં ચારે બાજુ જાદુઈ અસર ઉપજાવતા રેતીના ઢગલાઓમાંથી પસાર થતાં કંઈ અવનવા અનુભવો થાય છે. આ મોટરગાડીનો રસ્તો પણ આજના વિજ્ઞાનયુગમાં એક ઈજનેરી સિદ્ધિ ગણી શકાય. પણ આ રસ્તો ન હતો ત્યારે તો ખીણો, રેતીના ઢગલાઓ અને પડતર જમીનોમાંથી પસાર થતા કાફલાઓની મુસાફરી ઘણીજ જોખમકારક હતી. કોઈ અતિશય સાવધાન અને કાળજીવાળો કાફલો કે ઊંટની સવારી, આ રેતીના રણમાંથી સરળ રીતે જેસલમેર પહોંચી શકતો. ઘણાયે કાફલાઓ અને ઊંટના સવારો તેમનો માર્ગ ભૂલી પવનના થતા સૂસવાટાઓથી બનતા રેતીના ઢગલાઓમાં વિલીન થઈ જતા.
આજે પણ મુસાફરીનો માર્ગ, ખરાબાની શુષ્ક ટેકરીઓ, ખડકવાળા ડુંગરાળ પ્રદેશો અને શાંત નિર્જન રણમાંથી પસાર થાય છે. માઈલો સુધી કોઈ માનવીનો ચહેરો પણ નથી દેખાતો. કોઈ કોઈ સ્થળે વચમાં મોટર ટ્રક કે મોટરગાડી જોવામાં આવે એ જ ગનીમત. આ રસ્તે વચમાં પોખરાન જ્યાં હિન્દની સરકારે અણુશસ્ત્રનો પ્રયોગ કર્યો હતો તે આવે છે. તે જેસલમેરથી લગભગ ૧૧૨ કિલોમીટરની દૂરીએ આવેલું છે. પોખરાનમાં એક કિલ્લો છે, જેને મારવાડના ભૂતકાળના ઈતિહાસમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પોખરાનમાં કિલ્લા ઉપરાંત પોખરાનના રાજાઓની છત્રીઓ જોવાલાયક છે. પોખરાનથી પીળા ખડકોની શરૂઆત થાય છે. જેસલમેરની નજદીક આવતા ત્રિકુટના પર્વતો અને જેસલમેરનો કિલ્લો દેખાય છે.
એવી એક દંતકથા છે કે ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ પહેલાં ત્રેતાયુગમાં મહાભારતના યુદ્ધ પછી શ્રીકૃષ્ણ અર્જુનની સાથે અહિં ત્રિકુટ અર્થાત્ ત્રણ શિખરોવાળા પર્વત પર એક મહાન યજ્ઞમાં હાજર રહેવા આવ્યા હતા. આ જગા પર ત્યારે એક કાગાનામે ઋષિ રહેતા હતા. અર્જુનને ઘણી તરસ લાગી હતી એટલે શ્રીકૃષ્ણ એક ખડકને ખોડ્યો હતો, તેમાંથી પાણીનો ઝરો ફૂટયો હતો. વળી ગાંધારીના શાપને યાદ કરીને
૧૦૨
Page #135
--------------------------------------------------------------------------
________________
શ્રીકૃષ્ણ એવી ભવિષ્યવાણી કરી હતી કે કળિયુગમાં યાદવોના એક દૂરના વારસદાર અહિ ત્રિકુટ ઉપર એક કિલ્લો બાંધી રાજ્ય કરશે. આ ભવિષ્યવાણીના કથનના આધારે કે ઐતિહાસિક પરિસ્થિતિના આધારે યાદવોના એક વંશજ જૈસલે ઈ.સ. ૧૧૫માં ત્રિકુટ પર્વત પર કિલ્લો બાંધી જેસલમેર નગર વસાવ્યું.
આજે પણ જેસલમેર તેના ભૂતકાળની ભવ્ય ગાથા ગાતું ખડું છે. તેના ભૂતકાળનો ઈતિહાસ બધે વેરાયેલો છે.
જેસલમેર અફાટ રણ વિસ્તારમાં ચારે બાજુ રેતીના ઢગલાઓની વચમાં વસેલું છે. તેનો દુર્ગ, તેમાં આવેલાં મંદિરો, રાજવીઓના પ્રસાદો, વૈભવી હવેલીઓ અને તેમાં ઉત્કૃષ્ટ પ્રકારના કોતરકામવાળા તેના ઝરૂખાઓ, ઝનાના મહેલ, મોતી મહેલ, નગરની દક્ષિણે આવેલું ગડી સાગર સરોવર વગેરે જોતાં એમ લાગે કે આપણે મધ્યકાલીન યુગની કોઈ સ્વમ નગરીમાં તો નથી આવ્યા ને! -
SSSSSSSSSS ૧૦૩
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રી કેસરિયાજી યાને ૠષભદેવ
શ્રી કેસરિયાજી એ જૈનોનું અતિ પ્રસિદ્ધ અને મુખ્ય તીર્થધામો પૈકીનું એક તીર્થધામ છે. તે ઋષભદેવ ગામમાં પહાડોની પશ્ચાદ્ ભૂમિકામાં આવેલું છે.
અહિં ચૌદમી સદીમાં બંધાવેલ મનોહર રચનાવાળુ જૈન મંદિર છે. તેમાં મૂળનાયક શ્રીૠષભદેવ ભગવાન છે પ્રતિમા ભવ્ય અને વિશાળ પણ શ્યામવર્ણની છે, છતાં મુખાકૃતિ ઘણી આકર્ષક અને પ્રેરણાત્મક છે. તેને પદ્માસન આસનમાં અંકિત કરવામાં આવી છે. પ્રતિમા અતિ પ્રાચીન છે. તેના ઈતિહાસ વિશે અનેક માન્યતાઓ છે. જૈનો તેને અલૌકિક, ચમત્કારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરવાવાળી માને છે.
એક ચમત્કારિક દંતકથા એવી છે કે આ અલૌકિક પ્રતિમા જૈનોના વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીજીના સમયમાં લંકાપતિ રાવણને ત્યાં બિરાજમાન હતી અને ત્યાં તેની પૂજા કરવામાં આવતી. રાવણને પરાજિત કર્યા બાદ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી આ પ્રતિમાને અયોધ્યા લઈ આવ્યા હતા. ત્યાંથી તેને ઉજ્જૈનમાં લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ કંઈક દૈવિક શક્તિદ્વારા તે વટપદ્રનગર યાને વડોદરાની બહાર એક વટવૃક્ષ નીચે પ્રગટ થઈ હતી. આ જગા ઉપર ઋષભદેવ ભગવાનનાં ચરણ ચિહ્ન સ્થાપિત કરવામાં આવ્યાં છે, જે આજે પણ હયાત છે. પ્રતિમા કેટલાં વર્ષો સુધી વટપદ્રનગર આગળ પૂજાયા પછી ફરીથી કોઈ દૈવીશક્તિ દ્વારા, ઋષભદેવ ગામથી એકાદ કિલોમીટરના અંતરે ફરીથી એક વૃક્ષની નીચે પ્રગટ થઈ. આ સ્થળ ઉપર પણ ૠષભદેવના ચરણચિહ્નો સ્થાપિત કરવામાં આવેલાં છે, જે આજે હયાત છે.
૧૦૪
Page #137
--------------------------------------------------------------------------
________________
- અહિં દર વરસે ફાગણ વદ આઠમે-ઋષભદેવ ભગવાનના જન્મ કલ્યાણકના દિવસે, મેળો ભરાય છે ત્યારે એક વિરાટ વરઘોડો કાઢવામાં આવે છે જે અહિં વૃક્ષ નીચે જ્યાં ઋષભદેવ ભગવાનના ચરણ ચિહ્નો સ્થાપિત છે ત્યાં પૂરો થાય છે.
આ મેળામાં હજારો જૈનધર્મીઓ સિવાય અહિ આજુબાજુ વસતા ભીલો પણ હજારોની સંખ્યામાં આવે છે. તેઓ વરઘોડામાં સામેલ થઈ અત્યંત ભક્તિ ભાવપૂર્વક નાચતા કુદતા વરઘોડાની શોભા વધારે છે. આ દ્રશ્ય અતિશય મનોહર અને ભક્તિભાવને પ્રેરણા આપનારું છે. ભીલો આ મૂર્તિનો “કાલાબાબા"ના નામથી ઉલ્લેખ કરે છે.
અનેક ભક્તો તેમને થયેલ ચમત્કારોની અનુભવોની વાતો કરે છે. વળી કોઈ ભક્તો સાચા દિલની ભાવનાથી સંકેત કરીને આવતા હોય છે, તેમની ઇચ્છા પરિપૂર્ણ થાય છે તેવી વાતો પણ કરે છે. ઋષભદેવનો કેસરિયાજી નામથી ઉલ્લેખ કરાતો હોઈ સદીઓથી ભક્તો કેસર ચઢાવવાની માન્યતા માને છે. કોઈ કોઈવાર તો કેસરનો એટલો બધો લેપ થઈ જાય છે કે પ્રતિમા કેસરની હોય તેવો ખ્યાલ આવે છે. આજ દિન સુધી મણોના હિસાબે પ્રતિમા પર કેસર ચઢાવવામાં આવ્યું હશે તેમ કહી શકાય. ભક્તજનો ઋષભદેવને કેસરિયાલાલ, ધુલેવાધણી અર્થાત્ બાજુમાં આવેલા ધુલેવા ગામના ધણી આદિ નામોથી ઉલ્લેખ કરે છે. • પણ કલ્પસૂત્રમાં ઉલ્લેખ કર્યા મુજબ ઋષભદેવે દીક્ષા અંગીકાર કરી ત્યારે માથાના વાળને લોચ કરતી વખતે દેવોના કહેવાથી પાછળના ભાગમાં થોડા વાળની લટો રાખી હતી. આમ તેમને શિરે વાળ યાને કેશ રહી જવાથી તેમને કેસરિયા ભગવાન કહેવામાં આવે છે. કેશ શબ્દનો અપભ્રંશ થયો અને ઋષભદેવ નો કેસરિયા ભગવાન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો અને આમાંથી કેસર ચઢાવવાની પ્રથા ઊભી થઈ. આજ રીતે શાન્તિનાથ ભગવાનની એક જટાધારી પ્રતિમા શ્રી મહુડી
IS ૧૦૫ SSSSS
Page #138
--------------------------------------------------------------------------
________________
તીર્થ ઉપર છે એટલે ત્યાં પણ શાંતિનાથજીની પ્રતિમાને કેશ હોવાને કારણે કેસરિયાજીના નામથી ઉલ્લેખ કરવામાં આવે છે.
મંદિર ઘણું પ્રાચીન છે. એમ માનવામાં આવે છે કે મંદિર પ્રથમ ઈટોનું બનાવ્યું હતું અને ત્યારબાદ તેને પત્થરનું બનાવવામાં આવ્યું હતું. વિક્રમ સંવત ૧૪૩૧માં મંદિરનો જીર્ણોદ્ધાર થયાના પુરાવા મળી આવ્યા
હાલના રાજસ્થાનમાં જૈનોના ધણાં તીર્થો આવેલાં છે, પણ મેવાડના પ્રદેશમાં તો જૈનોનું આ એક મહત્ત્વનું અને મુખ્ય યાત્રા સ્થળ છે. મેવાડના રાણાઓ આ પ્રભુના અનુયાયી હતા અને ભક્તિ ભાવથી અહિં દર્શનાર્થે આવતા. રાણા ફતેસિંહજીએ તો એક રત્નજડિત સૂવર્ણમય આંગી પણ ભેટ આપી હતી, જેનો આજે પણ પ્રસંગોએ ઉપયોગ કરવામાં આવે છે.
કેસરિયાજીનું મંદિર બાવન જીનાલય મંદિર છે. દૂર દૂરથી એનાં શિખરો જોઈ શકાય છે. શિખરો, તોરણો, સ્તંભો વગેરે કલાત્મક રીતે બનાવેલાં હોઈ મનોહર અને આકર્ષક લાગે છે.
અહિં બે જૈન મંદિરો આવેલાં છે. એક મંદિર ૭૮ મીટર લાંબુ અને ૭૩ મીટર પહોળું છે. એમાં ચારે બાજુ ૪૬ છેતાલીસ દેરીઓ આવેલી છે. બધી જ દેરીઓમાં જૈન તીર્થકરોની પ્રતિમાઓ બિરાજમાન છે.
મંદિરના પ્રાંગણમાં પ્રાચીન સમયની શ્રી મરૂદેવી માતાની મૂર્તિ છે. અને શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે.
મંદિરના નામનો અસલ ઈતિહાસ ગમે તે હોય પણ હાલ તો યાત્રાળુઓ કેસરિયાજી નામ ઉપરથી પ્રતિમા ઉપર કેસર ચઢાવે છે, અને કેસર ચઢાવવાની માનતા પણ માને છે.
જૈનોનું તો આ એક અતિ વિખ્યાત તીર્થધામ છે જ પણ આ બાજુ બીજી કોમના લોકો અને ખાસ કરીને ભીલો કેસરીયાજીને પોતાનું તીર્થધામ માની ધણાજ ભક્તિભાવથી તેમના દર્શનાર્થે આવે છે.
કેસરિયાજીનું મંદિર, અમદાવાદ - ઉદેપુર લાઈન પર ઋષભદેવ રોડ STS ૧૦૬ SS
Page #139
--------------------------------------------------------------------------
________________
રેલ્વે સ્ટેશનથી અગિયાર કિલોમીટર અને ઉદેપુર સીટી સ્ટેશનથી છાસઠ (૬૬) કિલોમીટરના અંતરે આવેલું છે. ત્રદષભદેવ રોડથી કેસરિયાજી આવવા માટે બસોની સગવડ છે. ઉદયપુરથી તો બસો અને ટેક્સીઓની પણ સગવડ છે. નજદીકનું ગામ ખેરવાડા સોળ (૧૬) કિલોમીટરના અંતરે આવેલું છે. વાહનોને આવવા માટે ઠેઠ ધર્મશાળાઓ સુધી પાકી સડક છે. ધર્મશાળાઓ મંદિરની પાસે જ છે. એટલે યાત્રાળુઓને વાહન દ્વારા મંદિર સુધી આવવાની સગવડતા છે.
ધર્મશાળાઓમાં રહેવા માટે સગવડ છે. તેમાં પાણી, વીજળી, વાસણો, ઓઢવા વાપરવાના સાધનો વગેરેની સુવિધા છે. શ્વેતાંબર જૈનોની ભોજનશાળા અને બીજી ખાનગી માલિકીની ભોજન શાળાઓ પણ છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
ગોમટેશ્વર
શ્રવણ બેલગોલા જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથ યાને ઋષભદેવ તે નાભિરાજાના મરૂદેવીથી જન્મેલા પુત્ર હતા. નાભિરાજા અને ઋષિઓએ ભગવાન પાસે નાભિરાજને પુત્ર થાય તેવી માગણી કરી. ભગવાન ઋષિઓની વિનંતી નકારી શક્યા નહિ, અને તેઓ ખુદ નાભિરાજાને ત્યાં અવતાર લેશે તેમ જણાવ્યું. આમ નાભિરાજાને ત્યાં ઋષભદેવના દેહમાં ખુદ ભગવાને અવતાર ધારણ કર્યો એવો શ્રીમદ્ ભાગવતમાં ઉલ્લેખ છે. જૈન પુરાણોના આધારે તેમને માનવ જાતિની સંસ્કૃતિના આધ પિતા માનવામાં આવે છે. આથી તેમનો આદિનાથ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. જૈનોના પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રમાં એવો ઉલ્લેખ પણ છે, કે અહંત ઋષભદેવે ઘણાં વર્ષો રાજ્ય કર્યું હતું. એ દરમ્યાન તેમણે માનવજાતિને ૭૨ વિજ્ઞાનની કળાઓ શીખવી. આમાં લેખન કળા પ્રથમ સ્થાને હતી. વળી તેમને ગણિત શાસ્ત્ર, શુકન શાસ્ત્ર, સ્ત્રીઓના ૪ ગુણો, સો કળાઓ અને પુરુષના ત્રણ વ્યવસાયો વગેરેનું જ્ઞાન પણ આપ્યું હતું. વળી એમ પણ કહેવાય છે કે તેમણે પોતાની પુત્રી બ્રાહ્મીને હંસ વગેરે અઢાર (૧૮) જાતની લિપિઓ શિખવાડી હતી. તેમાં મૂળ લિપિનું નામ તેમની દીકરી બ્રાહ્મીના નામ ઉપરથી બ્રાહ્મીલિપિ પડ્યું. આમ, ઋષભદેવે વ્યવહાર ધર્મને વ્યવસ્થિત કરીને તેની સ્થલ્પના કરી.
ઋષભદેવને સો પુત્રો હતા. પ્રથમ પુત્રનું નામ ભરત હતું અને બીજા પુત્રનું નામ બાહુબલિ. સાધુપણું અંગીકાર કર્યું તે પહેલાં ષભદેવ એક મહાન સમ્રાટ હતા. તે સમયની પ્રથા અને રીત રિવાજ મુજબ તેમના પછી તેમના સૌથી મોટા પુત્ર ભરત ગાદી પર આવ્યા. તેમના નામ ઉપરથી હિંદ દેશનું નામ ભારતવર્ષ પડ્યું, એવો ઉલ્લેખ હરિવંશ અને ભાગવતમાં આવે છે. જૈન શાસ્ત્રોમાં પણ એવો જ ઉલ્લેખ છે.
૧૦૮ SS
Page #141
--------------------------------------------------------------------------
________________
કર્ણાટક
બેલગાંવ
કા૨વા૨
·
મઁગલો
વિજાપુર
ધા૨વા૨
શિમોગા ચિત્રદુર્ગં
ચિકમંગલુર
તમ
• હંસન
મે૨કાર
મેસૌર
કર્ણાટક
૧. ૭ શ્રી શ્રવણ બેલ ગોલા તીર્થ ગોમટેશ્વર
શ્રવણબેલગોલા માડ્યા
બેલારા
ગુલબર્ગ
રાયચુર
બિલ્ડર
બેંગલાર
લા
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રવણ બેલગોલા તીર્થ
ગોમટેશ્વર
ઐતિહાસિક દૃષ્ટિએ ૨૫૦૦ વર્ષથી પ્રાચીન તીર્થ તરીકે જાણીતા શ્રી શ્રવણબેલગોલા ગામની પાસે ૧૭૮.૪૨ મીટર ઉંચા વિધ્યગિરિ પર્વત ૫૨ એક અખંડ મહાશિલામાંથી કંડારવામાં આવેલી ૫૭ ફુટની બાહુબલિજીની વિરાટકાય ભવ્ય પ્રતિમા.
Page #143
--------------------------------------------------------------------------
________________
બીજી એવી દંતકથા છે કે દુષ્યંત રાજાને શકુંતલાથી થયેલ બાળક જેનું નામ ભરત હતું તેના નામ ઉપરથી પણ હિંદનું નામ ભારતવર્ષ પડ્યું.
જડભરત તરીકે જેની વાર્તા પ્રચલિત છે તે આ જ ભરત રાજા ! જેમનું મન એક મૃગબાળમાં આસકત થયું હતું જેથી મૃત્યુ પછી તેઓ મૃગનો જન્મ પામ્યા. આ મૃગના જન્મમાં પણ તેમની પૂર્વજન્મની સ્મૃતિ નાશ પામી ન હતી. આથી તેઓને અફસોસ પણ થયો હતો, કે તેઓ મૃગની આસક્તિમાં યોગમાર્ગથી ભ્રષ્ટ થયા હતા.
ૠષભદેવનો શ્રીમદ્ ભાગવતમાં ઉલ્લેખ છે તે મુજબ તે ભગવાનના અવતાર હતા, તેથી જન્મથી જ તેમનામાં, તેજ, બળ, શોભા, યશ, પ્રભાવ વગેરે ગુણો હતા. આથી નાભિરાજાએ તેમનું ૠષભ અર્થાત્ સર્વોત્તમ એવું નામ પાડ્યું હતું.
મહારાજ ઋષભદેવે પોતાની રાજ્ય વ્યવસ્થાનો ભાર ભરતને સોંપ્યો. બાકીના નવ્વાણું પુત્રોને પણ રાજ્ય આપીને પોતે દીક્ષા ગ્રહણ કરી. ભરત ચક્રવર્તી બનવા માગતા હતા એટલે તેમણે પોતાના નાના ભાઈઓને પોતાને આધીન કરવા તેમની પાસે દૂતો મોકલ્યા. અઠ્ઠાણું ભાઈઓ ઋષભદેવની પાસે સલાહ લેવા ગયા. તેમણે દલીલ કરી કે જો રાજ્ય આપી દઈએ તો ભરતની સામ્રાજ્ય લોલપુતા વધી જશે અને અમે પરાધીન બની જઈશું. જો તેમની સાથે યુદ્ધ કરીએ તો ભાયુદ્ધની અનુચિત પરંપરાનો પ્રારંભ થશે. ૠષભદેવે તેમની દલીલનું હાર્દ બરાબર સમજી જવાબ આપ્યો કે યુદ્ધ પણ ખરાબ છે અને કાયર થવું તે પણ ખરાબ છે. એટલે હું તમને યુદ્ધ કરવાની સલાહ પણ નથી આપતો કે ન તો કાયર બનવાની. હું તો તમને એવું રાજ્ય આપવા માગું છું કે જેમાં યુદ્ધ અને કાયરતા બન્નેથી દૂર રહી શકાય. ભગવાન ઋષભદેવ એવા ક્યા રાજ્યની વાત કરતા હતા તે શરૂમાં તેમના ખ્યાલમાં ન આવ્યું. પણ જ્યારે શ્રી ૠષભદેવે એક ભાગ્યહીન મૂર્ખ માણસનો દાખલો આપી જણાવ્યું કે ભૌતિક રાજ્યશ્રીની તૃષ્ણાને શાંત કરવાંનો પ્રયત્ન મિથ્યા છે. તેથી સંબોધિ પ્રાપ્ત કરો. ભૌતિક રાજ્યથી આધ્યાત્મિક રાજ્ય મહાન છે. સાંસારિક સુખોથી આધ્યાત્મિક સુખ ઉત્તમ છે ત્યારે તેમને દીક્ષા ગ્રહણ કરવાના
૧૦૯
Page #144
--------------------------------------------------------------------------
________________
માર્ગનો ખ્યાલ આવ્યો. આ ઉપદેશથી તેઓ પ્રભાવિત થયા અને અઠ્ઠાણું ભાઈઓએ રાજ્યનો મોહ છોડી ત્યાગનો માર્ગ ગ્રહણ કર્યો. ભરત ચક્રવર્તી આથી થોડા પલળ્યા પણ ચક્રવર્તી બનવાની તેમની મહત્ત્વકાંક્ષા ઓછી ન થઈ અને તેમણે બાહુબલિને પોતે ચક્રવર્તી છે તેનો સ્વીકાર કરવા સંદેશો પાઠવ્યો. બાહુબલિ તો બધી રીતે – બુદ્ધિમાં, વ્યવહારિક સમજ સૂઝમાં, દીર્ધ દ્રષ્ટિમાં, શક્તિ, તાકાત, બળ અને ખડતલપણામાં ભરતથી બળિયા હતા. તેમને થયું કે ભારત એમ સમજતા હોય કે હું શક્તિશાળી છું અને શક્તિથી બધાને દબાવી શકું છું તો તે તેમની શક્તિનો દુરપયોગ છે, માનવતાનું ભયંકર અપમાન છે અને કુળ મર્યાદાનું ઉલ્લંધન છે. વળી તેમને થયું કે બાહુબળમાં તો હું ભરતથી કોઈપણ પ્રકારે ઉતરું તેમ નથી. જો ભરત પોતાના મોટાપણાને ભૂલીને અનુચિત વ્યવહાર કરે તો મારાથી ચૂપ કેમ રહી શકાય ? હું ભરતને બતાવી દઈશ કે મારા ઉપર આક્રમણ કરવું કેટલું અનુચિત છે? આ વિચારધારાએ બાહુબલિજીને ભારતના ચક્રવર્તીપણાનો સ્વીકાર કરતા અટકાવ્યા.
ભરત વિરાટ સૈન્ય લઈને બાહુબલિ સાથે યુદ્ધ કરવા બાહુબલિના રાજ્ય “બહુલી' દેશની સીમા સુધી પહોંચી ગયા. બાહુબલિ પણ પોતાની નાની સેનાને લઈને યુદ્ધના મેદાનમાં આવી ગયા. લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. પણ તેમાં હાર-જીતનો કોઈ ફેંસલો ન થયો. આખરે બાહુબલિએ
આ નરસંહાર બંધ કરવા,વંદ્વ યુદ્ધનું આહવાન કર્યું. આખરે બન્નેની વચમાં વાક્યુદ્ધ, બાહુ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ અને દંડ યુદ્ધ નક્કી કરવામાં આવ્યાં. બધામાં સમ્રાટ ભરત પરાજિત થયા અને બાહુબલિ વિજ્યી થયા. સમ્રાટ ભરતને આ પરાજ્ય ખૂબ ખટક્યો એટલે આવેશમાં આવીને અને મર્યાદાનું ઉલ્લંધન કરીને બાહુબલિનો શિરચ્છેદ કરવા ચક્રનો પ્રયોગ કર્યો. બાહુબલિએ ચક્રને પકડવાનું નક્કી કર્યું અને ચક્ર બાહુબલિની પ્રદક્ષિણા કરીને ભારતની પાસે પાછું ફર્યું. ભરત પોતાના આ દુષ્કૃત્યથી વધુ લજ્જિત થયા. બાહુબલિની બિરદાવલી ગવાઈ પણ સાથે સાથે પ્રજાએ એવો સૂર કાઢ્યો કે "સમ્રાટ ભરતે તો ભૂલ કરી છે, પરંતુ તમો બાહુબલિ એ ભૂલ ન કરો.નાનાભાઈ દ્વારા મોટાભાઈની હત્યા અનુચિત જ નહિ, અત્યંત ધૃણાસ્પદ છે. મહાન પિતાના પુત્ર પણ મહાન હોય છે. ક્ષમા કરો. ક્ષમા
S9 ૧૧૦ ASSISTANTLY
Page #145
--------------------------------------------------------------------------
________________
કરનાર કદી નાના બનતા નથી." બાહુબલિનો રોષ શમી ગયો. કુળ મર્યાદા અને યુગની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને તેઓ ચિંતન મગ્ન થઈ ગયા. વિજ્યની ઘડીએ તેમને આ સંસારની અસારતાનું જ્ઞાન થયું અને આ ફાની દુનિયાના વૈભવનો ત્યાગ કરી સાધુપણું અંગીકાર કર્યું.
એક વર્ષ ધ્યાનમુદ્રામાં અવસ્થિત યાને ધ્યાનની સ્થિતિમાં રહ્યા. શરીર પર લતા-વેલો ચડી ગઈ. રાફડાના રાફડા બાજ્યા, સર્પો વગેરે ભયંકર જીવ જંતુઓ વીંટળાયા, પક્ષીઓએ માળા બાંધી દીધા પણ તેઓ તપશ્ચર્યામાંથી ડગ્યા નહિ. આટલી તપશ્ચર્યા છતાં તેમને કેવળ જ્ઞાન થયું નહિ.
જૈન ધર્મ પ્રમાણે પૂર્વ દીક્ષિત થયેલ નાના ભાઈઓને બાહુબલિએ વંદન કરવા જવું જોઈએ, પણ બાહુબલિનો અહમ્ આડે આવતો હતો. તેમની જન્મ જેષ્ઠતાને આ ખટકતું હતું. આમ રાગદ્વેષ ઉપર વિજ્ય મેળવનાર બાહુબલિ અસ્મિતાથી પરાજિત થઈ ગયા હતા. "હાથી ઉપર આરૂઢ થયા છો, ત્યાં કેવલ જ્ઞાનની ઉપલબ્ધિ કેમ થાય ? માટે ભાઈ ! હાથી ઉપરથી નીચે ઉતરો ! એવા શબ્દો એક દિવસ બાહુબલિની તેમની બે બહેનો બ્રાહ્મી અને સુંદરી જેઓએ પણ સાધ્વીપણું અંગીકાર કર્યું હતું તેમની પાસેથી સાંભળ્યા. એક જૈન સાધુએ આ પ્રસંગને આવરી લેતી એક સર્જાય લખી છે. જેની પહેલી પંક્તિ છે કે “વીરા મોરા ગજ થકી નીચે ઉતરો' બહેનોના ઈશારાએ બાહુબલિમાં સાચી ચેતના પ્રગટાવી અને અહમ્ને ઓગાળવાની પ્રેરણા આપી. બાહુબલિ વિચારમાં પડ્યા હું ક્યા હાથી ઉપર આરૂઢ છું? તેમને ખ્યાલ આવ્યો કે તેઓ અહમ્ ના હાથી ઉપર ચડ્યા હતા અને આથી નાના ભાઈઓ જે તેમના પહેલાં સાધુ થયા હતા તેમને વંદન કરવા જતા ન હતા. તેમને ખ્યાલ આવ્યો કે ભાઈઓ ભલે નાના હોય પણ ચારિત્ર્યની દ્રષ્ટિએ મોટા છે અને મારે તેમને વંદન કરવા જવું જોઈએ. નમન કરવા જવા માટે જેવા તેમના પગ ઉપડ્યા કે ત્યાં જ બંધન તૂટી ગયાં. વિનયે અહંકારને શાંત કરી દીધો. અહમ્ ઓગળી ગયો. બાહુબલિને ત્યાં જ કેવળ જ્ઞાન થયું.
કર્ણાટકમાં હાસનથી બાવન કિલોમીટરની દૂરીએ ચંદ્રગિરિ અને
Page #146
--------------------------------------------------------------------------
________________
વિઘગિરિની બે ટેકરીઓ આવેલી છે. આ બે ટેકરીઓ વચ્ચે એક સુંદર સ્વચ્છ તળાવ હતું. જે બેલગોલા અથવા સફેદ તળાવ (ધવલ સરોવર). તરીકે જાણીતું હતું. જૈન સાધુઓ અર્થાત્ શ્રમણો અહિં આવીને રહેતા તેથી તેનું નામ શ્રમણ બેલગોલા પડ્યું. સમય જતાં શ્રમણ શબ્દનો અપભ્રંશ શ્રવણ થયો અને તે સ્થળ શ્રવણ બેલગોલા તરીકે ઓળખાવા લાગ્યું. બેલગોલાનો બીજો અર્થ, ધોળું રીંગણું એવો પણ થાય છે. ગોમટેશ્વરના અભિષેક સાથે રીંગણા બહેન નામે એક ડોશીનો પ્રસંગ સંકળાયેલો છે. એટલે પણ તેનું નામ બેલગોલ પડ્યું હશે.
ઐતિહાસિક દ્રષ્ટિએ આ સ્થળ ૨૫૦૦ વર્ષથી પ્રાચીન તીર્થ તરીકે જાણીતું છે. લગભગ બાવીસો વર્ષ પૂર્વે ઉત્તર ભારતમાં બાર વર્ષ સુધી દુકાળ પડ્યો તે સમયે, ચંદ્રગુપ્ત મૌર્ય રાજપાટનો ત્યાગ કરીને તેમના ગુરૂ જૈન આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીની સાથે અહિં આવી વિંદગિરિની સામે આવેલા પર્વત ઉપર રહ્યા હતા. સમ્રાટ ચંદ્રગુપ્ત તપસ્યા કરતાં કરતાં, અહિંથી સ્વર્ગે સિધાવ્યા હતા. તેથી આ પર્વતનું નામ ચંદ્રગિરિ પડ્યું તેમ માનવામાં આવે છે. એ જ સમયથી દક્ષિણમાં જૈન ધર્મનો ફેલાવો થયો.
ગંગારાજ વંશના રાજા રાચામલ્લાના સર સેનાપતિ ચામુંડરાયે એક હજાર વર્ષ પહેલાં, શ્રવણ બેલગોલા ગામની પાસે તળેટીથી ૧૭૮.૪૨ મીટર ઊંચા વિંદ્યગિરિ પર્વત પર એક અખંડ મહાશિલામાંથી સત્તાવન (૫૭) ફૂટની બાહુબલિજીની એક વિશાળ ભવ્ય મૂર્તિ કંડારાવી. આની એક દંતકથા પણ છે. એમ કહેવાય છે કે શ્રી ગંગરસ રાજાના સરસેનાપતિ શ્રી ચામુંડરાયના માતા, વિક્રમ સંવત ૧૦૨૭માં શ્રી બાહુબલિ ભગવાનના દર્શન માટે પોદનાપુર જઈ રહ્યાં હતાં. તેઓ વિઘગિરિ પર્વતની સામે આવેલ ચંદ્રગિરિ પર્વત પર આરામ માટે રહ્યાં હતાં ત્યારે તેમને સ્વપ્નમાં વિંદ્યગિરિ પર્વત પર શ્રી બાહુબલિ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવાની પ્રેરણા મળી. ચામુંડરાયે આના આધારે નિર્ણય લઈને અહિં મૂર્તિ કંડારાવીને તીર્થની સ્થાપના કરી. પચ્ચીસ કિલોમીટરની દૂરીથી આ ઐતિહાસિક ટેકરીનાં દર્શન થાય છે. લગભગ છસોને ચૌદ (૧૪) પગથિયાં ચઢીને આ
SS ૧૧૨ SSSSSSSSSSSSSS
Page #147
--------------------------------------------------------------------------
________________
ટેકરી ઉપર જઈએ ત્યારે આ ગોમટેશ્વરની મૂર્તિના ચરણ કમળ આગળ પહોંચીએ છીએ. આ મૂર્તિ ૧૦૨૭ની સાલ બાદ અરિષ્ટનેમિ નામના એક સ્થપતિએ કંડારી હતી. મૂર્તિ નગ્ન અવસ્થામાં છે, પણ તેના ચહેરાના ભાવો પરથી તેની સંસાર પ્રત્યેની વિરક્તતા દેખાઈ આવે છે. તે કાયોત્સર્ગ મૂદ્રામાં છે. તે શાંત, સૌમ્ય અને ગંભીર ભાવ પ્રદર્શિત કરે છે. મૂર્તિના શરીર પર ઉગેલ વેલાઓ, બાઝેલા રાફડાઓ અને તેમાંથી નીકળતા મોટા મોટા નાગો અને સર્પો દ્વારા બાહુબલિએ આદરેલ ઉગ્ર તપશ્ચર્યાનો ખ્યાલ આવે છે. આ મહાકાય પ્રતિમા બાહુબલિજીના તપસ્વી જીવનને પ્રતિબિંબિત કરે છે. કલાની દ્રષ્ટિએ આ મૂર્તિ ભારતીય શિલ્પકળાનો એક ઉત્તમ નમૂનો છે.
દર બાર વર્ષે મહામસ્તકાભિષેક અર્થાત શિર પરથી પ્રક્ષાલન કરવાની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ પ્રસંગને અનુરૂપ બાંધવામાં આવતી પાલખ ઉપરથી ઘર્મગુરૂઓ અને ભક્તો પ્રથમ પવિત્ર પાણીના ૧૦૦૮ કળશોથી અભિષેક કરે છે. પછી ઘી, દૂધ, નાળિયેરનું પાણી, હળદર, ચંદન, મધ, હિંગળોક,સોનું ઝવેરાતના કિમતી રત્નો વગેરે દ્વારા અભિષેક કરે છે. આ પ્રસંગે દેશ પરદેશથી હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અને પર્યટકો આવે છે. આવો છેલ્લો અભિષેક ઈ.સ. ૧૯૮૧ની સાલમાં કરવામાં આવ્યો હતો. છાપાંના સમાચાર મુજબ, લગભગ દસ લાખ માણસો આ પ્રસંગે હાજર હતા. આ અભિષેકની એક મહત્તા એ હતી કે આ મૂર્તિની સ્થાપના પછી તેને હજાર વર્ષ પૂરા થતાં હતાં.
આ મૂર્તિના ખભા પહોળા છે, છાતી વિશાળ છે. શરીર સૌષ્ઠવ અને લાવણ્ય આકર્ષકછે. પણ તે બધાં કરતાંયે દયાન ધરતી આકૃતિની મુદ્રા (પોઝ). યાને દેખાવ, મુખારવિંદ પરના શાંત કરૂણતાના ભાવ, એક મહાન તપસ્વીની મૂર્તિનો ખ્યાલ આપે છે. વદન સુડોળ છે. અઘરોષ્ટ આકર્ષક છે અને તેમાંથી મંદ મંદ સ્મિત વહેતું હોય અને દિવ્ય જ્યોત વરસતી હોય તેવો ભાવ પેદા કરે છે. મૂર્તિ નગ્ન છે પણ તેની નગ્નતામાં કશી જ કૃત્રિમતા નથી
Page #148
--------------------------------------------------------------------------
________________
દેખાતી. બાળકોની નગ્નતાની જેમ તેમાં કશું જ અઘટિત નથી લાગતું, કોઈ વિકૃત ભાવ પેદા થતો નથી.
"Naked have we come and Naked Shall we go"
નગ્ન જન્મ્યા છીએ અને નગ્ન અવસ્થામાં આ ફાની દુનિયા છોડીને જવાનું છે એ કુદ૨તી ભાવ આ નગ્ન મૂર્તિ જોતા પેદા થાય છે.
એક વાત નથી સમજાતી તે કે આ તો બાહુબલિજીની તપશ્ચર્યા કરતી મૂર્તિ છે. તેમનું શરીર સૌષ્ઠવ અસલ હાલતમાં હોય તેમ બતાવવામાં આવ્યું છે. ઉગ્ર તપસ્યાના પરિણામ સ્વરૂપ તો શરીર કૃશ થયેલું હોય. શરીરના હાડકાં દેખાતાં હોય પણ અહિં તો ઉગ્ર તપશ્ચર્યા કરતી મૂર્તિનું શરીર તંદુરસ્ત પૂરેપૂરા શરીર સ્વાસ્થ્યવાળું બતાવવામાં આવ્યું છે તે વિરોધાભાસ ઊભો કરે છે.
તેના ઘડતરમાં શિલ્પીએ અદ્ભૂત સપ્રમાણતા જાળવી છે. તેમનું સુડોળ વદન, તેમની વિશાળ છાતી, આજાનબાહુ, ગરદન, મસ્તક, પગની પાનીઓ, લાંબી અંગુલિઓ, લાંબા હોઠ અને જનનેદ્રિય વગેરેમાં ક્યાંય ત્રુટિ નથી લાગતી. આ પ્રતિમા વિરાટ છે છતાં મનોરમ્ય લાગે છે.
હજાર વર્ષ પહેલાં ૧૦૩૯ની સાલમાં જ્યારે ચામુંડરાયે આ મૂર્તિનો અભિષેક કરવાનું નક્કી કર્યું ત્યારે ગુલ્લકાયજી યાને રીંગણાબાઈ નામની એક ભરવાડણ ડોશી નાળિયેરની એક કાચલીમાં અભિષેક કરવા માટે ગાયનું થોડું દૂધ લઈને આવતી હતી. ડોશીને એટલી બધી શ્રદ્ધા હતી કે તે કાચલીમાં લાવેલ દૂધ દ્વારા અભિષેક કરવા માગતી હતી. દિવસો સુધી તે રોજ કાચલીમાં ગાયનું તાજું દૂધ લઈને આવતી અને તેને અભિષેક કરવા દેવા માટે લોકોને વિનંતી કરતી પણ તેનું કોણ સાંભળે ? એવી કહેતી છે કે અભિષેક માટે મૂર્તિના માથા પર દૂધના ઘડાને ઘડા રેડાતા જાય પણ તે મૂર્તિની કેડ સુધી પહોંચે નહિ. રીંગણાબાઈની ભક્તિના જાણકાર લોકોએ રીંગણાબાઈને તેના કાચલીના દૂધથી
૧૧૪
Page #149
--------------------------------------------------------------------------
________________
અભિષેક કરવા માટે બોલાવી અને શું ચમત્કાર થયો ! આટલું કાચલીમાં સમાય તેટલું દૂધ માથાથી ઠેઠ પગ સુધી પહોંચ્યું. ગુલુકાયજીની ભક્તિ સાચી છે તેમ સમજી ચામુંડરાયે શ્યામવર્ણી ગુલુકાયજીની હાથમાં કાચલી લઈને ઊભેલી એક પ્રતિમા એ ટેકરી પર સ્થાપિત કરી છે.
એક બીજી પણ પ્રચલિત કથા છે કે આ બાહુબલિજીની મહાકાય પ્રતિમાની રચના કરાવનાર રાજાને આવડી મોટી ભવ્ય પ્રતિમા બનાવડાવી તેનું અભિમાન થયું.તેમને થયું કે આવી પ્રતિમા કોણ બનાવી શકે? આ અભિમાનના વિચારમાં પ્રતિમાનો અભિષેક કરવામાં હજારો મણ દૂધ ઓછું પડવા માંડ્યું. હજારો મણ દૂધથી પ્રતિમાનો અભિષેક કરતાં પ્રતિમા પર દૂધનો સ્પર્શ થતો ન હતો. સર્વે આશ્ચર્યચકિત થયા અને ચિંતામાં પડ્યા. આચાર્યોને લાગ્યું કે વિધિમાં ક્યાંક ચૂક થઈ લાગે છે. એ સમયે બાહુબલિજીની એક પરમ ભક્ત ગુલુકાયજી નામની ભરવાડણ ત્યાં આવી ચડી. લોકોને ચિંતાતુર જોઈ તેને કારણ પૂછ્યું. ગુલુકાયે કારણ જાણ્યું અને તરત જ નાળિયેરની એક કાચલીમાં પોતાના સ્તનમાંથી દૂધ કાઢીને એમાં ભરી દીધું અને લોકોને આપતાં જણાવ્યું કે ભગવાન ગોમટેશ્વરનો આ દૂધથી અભિષેક કરો. લોકોએ આ કાચલીમાનું દૂધ બાહુબલિજીની મૂર્તિને ચડાવ્યું અને શું ચમત્કાર થયો ! આટલી કાચલીમાંના દૂધથી અભિષેક થયો અને બાહુબલિજીની મૂર્તિએ હજારો મણ દૂધનો અભિષેક સ્વીકાર્યો ? આ મહાકાય પ્રતિમા, એકલા જૈનધર્મીઓનો વારસો નથી. એ સમસ્ત માનવજાતિનો અમૂલ્ય વારસો છે એમ ગણાવી શકાય. એ શિલ્ફળાની મૂર્તિ માત્ર નથી, માનવ જાતિને ઉચ્ચ જીવન જીવવા માટેની પ્રેરણા આપતી મૂર્તિ છે. જીવનની મહાન સિદ્ધિ મેળવવા માટે ઉગ્ર તપ આચરતી એક મહાન યોદ્ધાની એ મૂર્તિ છે. ઉગ્ર તપ આચરતી એની શાંત મુખમુદ્રા, યોગી તપસ્વીઓની સિદ્ધિનો ખ્યાલ આપી જાય છે.
આ મૂર્તિને હજારેક વર્ષ થયાં. ચારે બાજુ અવકાશમાં બે હજાર ફૂટની ઊંચાઈએ તે ખુલ્લી હોવા છતાં, આબોહવાની અસર જૂજ થઈ છે. હજી SSSSSS ૧૧૫
Page #150
--------------------------------------------------------------------------
________________
મૂર્તિ એ જ હાલતમાં છે. કોઈ કોઈ સ્થળે પાછળના ભાગમાંથી પોપડા ખરી પડ્યા છે. બીજાં હજારો વર્ષ આબોહવાની અસરથી મુક્ત રહીને માનવજાતિને મહાન જીવન જીવવા માટેની પ્રેરણા આપતી રહે તેમ આપણે ઈચ્છીએ અને પ્રાર્થના કરીએ. વિંદ્યગિરિ પર્વત પર બીજાં સાત મંદિરો છે. સામેના ચન્દ્રગિરિ પર્વત પર (૧૪) ચૌદ મંદિરો છે. તેમાં શ્રી આદીશ્વર ભગવાનનું એક મંદિર છે તે ઘણું પ્રાચીન મંદિર છે. અહિં આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીની ચરણપાદુકાઓ પણ છે. ચન્દ્રગિરિ પર્વત ઉપર એક અડધી દટાયેલી મૂર્તિ છે, તે ભરત ચક્રવર્તીની હશે તેમ માનવામાં આવે છે.
આ બે પર્વતોની વચ્ચે એક વિશાળ જળકુંડ આવેલો છે.
શ્રવણ બેલગોલા ગામમાં સાત મંદિરો છે. તેમાં એક મંદિરમાં જૈન મઠ સ્થાપિત કરેલો છે. તેમાં શ્રી ચારૂકીર્તિ સ્વામીજી ભટ્ટાચાર્યની સ્થાપના છે તેમજ નવ રત્નોની સત્તર (૧૭) પ્રતિમાઓ છે.
શ્રવણ બેલગોલાના નજદીકના સ્ટેશનો આરસીકરી ચોસઠ (૬૪) કિલોમીટર, હાસન એકાવન (૫૧) કિલોમીટર અને મંદગિરિ બાવીસ (૨૨) કિલોમીટરના અંતરે આવેલાં છે. આ સ્થળોથી બસ ટેકસીઓ વગેરે વાહનો મળે છે. બેંગલોરથી બસ દ્વારા ૧૦૦ કિલોમીટર અને મૈસુરથી ૧૨૮ કિલોમીટરની દૂરીએ આવેલું છે. તળેટી સુધી પાકો રસ્તો છે. પહાડ પર ચડાવા માટે સુંદર પગથિયાંની સીડી બનાવવામાં આવી છે. તળેટી ગામની પાસે છે. તેમાં રહેવા માટે ધર્મશાળા છે, જેમાં પાણી, વાસણો, વીજળી વગેરેની વ્યવસ્થા છે, ચન્દ્રગિરિની તળેટીમાં એક ટુરીસ્ટ બંગલો પણ છે. નજદીકમાં હાસન નગરમાં ભારતીય પ્રવાસ નિગમની હોટેલ આવેલી છે, તે ઉપરાંત બીજી હોટેલો છે જેમાં આવાસ અને ભોજનની વ્યવસ્થા છે. બાહુબલિની મૂર્તિની વાત લખું છું ત્યારે મધ્યપ્રદેશના ખરગોન જીલ્લાના સાતપુડા પર્વતના સૌથી ઊંચા શિખર ચુલગિરિ પર આવેલી, જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ આદિનાથની ૮૪ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ વિશે વાંચેલી SSSSSSSSSSSSS ૧૧૬ NN
Page #151
--------------------------------------------------------------------------
________________
હકીકતો યાદ આવે છે. આ મૂર્તિ પણ એક જ પત્થરમાંથી કંડારવામાં આવેલી છે. તે બાવન ગજ અર્થાત્ બાવન હાથ ઊંચી હોઈને તેનો બાવન ગજી તરીકે, ઉલ્લેખ કરવામાં આવે છે. આ મૂર્તિ વિશ્વમાં સૌથી ઊંચી મૂર્તિ હશે તેમ કહી શકાય. તે એક નક્કર અખંડ પત્થરમાંથી કંડારવામાં આવેલી છે. જૈનોની શિલ્પકળાનો તે એક અજોડ નમૂનો છે.
આ મૂર્તિ ક્યારે કંડારવામાં આવી અને તેને કોને કંડારી તે વિશે કશી ઐતિહાસિક માહિતી કે ઉત્કીર્ણ લેખ નથી. એક દંતકથા મુજબ તે જૈનોના વીસમા તીર્થંકર મુનિસુવ્રતનાથજીની મૂર્તિ કંડારવામાં આવી તે સમયે રામાયણના સમયના શિલ્પીઓ દ્વારા કંડારવામાં આવી હતી. કેટલાક વિદ્વાન સંશોધકોના અભિપ્રાય મુજબ તે મોહન-જો-દડોના સમયમાં કંડારવામાં આવી હતી, ત્યારે કેટલા વિદ્વાનો, એથીયે આગળના સમયમાં તે કંડારવામાં આવી હશે તેમ માને છે. તેનો સમય ગમે તે હોય પણ તે ચોક્કસ છે કે તે આઠસોથી હજાર વર્ષ પહેલાં કંડારવામાં આવી હશે, કારણ કે ૧૨મી સદીમાં થઈ ગયેલ, એક વિદ્વાનસંત્ મદન કીર્તિએ તેમના પુસ્તકમાં આ મૂર્તિનો ઉલ્લેખ કરેલો છે. વળી પર્વત પર મળતા અવશેષો અને મૂર્તિની શિલ્પ કળાના આધારે તે હજાર વર્ષ જૂની હશે તેમ માનવામાં આવે છે. આ મૂર્તિ સદીઓ સુધી વીસરાઈ ગઈ હતી. પણ ઈ.સ. ૧૯૭૯માં એક જૈનમુનિ આચાર્ય વિદ્યાનંદજીના જોવામાં આવી. તે બિસ્માર હાલતમાં હતી. તેમણે જૈન ધર્મની પ્રતિષ્ઠિત વ્યક્તિઓની એક કમિટી બનાવડાવી. મૂર્તિને અસલ હાલતમાં મૂકવા માટે સ્થપતિઓ અને કારીગરોએ દસ વર્ષ સુધી જહેમત ઉઠાવીને તેનો પુનરોદ્ધાર કર્યો. આ પુનરોધ્ધાર દ્વારા મૂર્તિને અસલ હાલતમાં લાવવાનું કામ જ સ્થાપત્ય કલાની એક અપ્રતિમ સિદ્ધિ છે એમ કહી શકાય. આ સિદ્ધિ માટે એક ભવ્ય ઉત્સવ યોજીને મૂર્તિનો મહામસ્તકાભિષેક કરવામાં આવ્યો હતો. આ વિશાળ મૂર્તિ નગ્ન છે અને તેને કંડારવામાં સપ્રમાણતા જાળવવામાં આવી છે. તે કાયોત્સર્ગ સ્થિતિમાં કંડારવામાં આવી છે.
૧૧૭
Page #152
--------------------------------------------------------------------------
________________
અને તેના મુખ ઉપર કરૂણતાના ભાવ ઉપસાવવામાં આવ્યા છે એમ મૂર્તિનો ફોટો જોતાં જણાઈ આવે છે.
આ મૂર્તિને તાપ અને વરસાદથી રક્ષણ આપવા માટે હવે તો મૂર્તિ પર છત બનાવવામાં આવી છે.
એમ કહેવાય છે કે ચુલગિરિ પર્વત પર મહાન ત્યાગી સંતો તપસ્યા કરી નિર્વાણ પામ્યા હતા અને આથી આ પર્વત પણ જૈન શાસ્ત્રોમાં સિદ્ધક્ષેત્ર તરીકે જાણીતો છે.
S ૧૧૮ FSSSSSSSSSSSSSSSSS
Page #153
--------------------------------------------------------------------------
________________
બિહાર
Mariel
પાSિSS
તહાસ મધુબની ન મુજ૨ દર મંડ
- મહા 5 પુરીના TE - આરા ૮ Áબમ્પર અનર કલાકાર
so freiz zizub Seattlenyys ડે ગયા ??નવદ . ”
અાર.
સાસારામ
73 : બાદ) • SES
{
ડુંમકા
524
બટ )
રાબાગ
દલતાનગંજ
બાહ.
છાબાસા
બિહાર
૭. શ્રી રાજગિરિ તીર્થ (રાજગૃહી) ૮. શ્રી પાટલીપુત્ર તીર્થ (પટણા)
૧. શ્રી ક્ષત્રીયકુંડ તીર્થ ૨. શ્રી ઋજુબાલિકા તીર્થ ૩. શ્રી સમેત શીખર તીર્થ ૪. શ્રી ગુણાયાજી તીર્થ ૫. શ્રી પાવાપુરી તીર્થ ૬. શ્રી કુન્ડલપુર તીર્થ
૯. શ્રી કાકંદી તીર્થ ૧૦. શ્રી વૈશાલી તીર્થ
૧૬ શ્રી ચિમ્પાપુરી તીર્થ
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રી પાટલીપુત્ર તીર્થ : પટણા
બિહારનું પાટનગર પટણા શ્રી પાટલીપુત્ર, કલા, સંસ્કૃતિ અને
ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે, વિખ્યાત શિલ્પકાર શ્રી દેવી પ્રસાદ રાયચૌધરીએ બનાવેલું શહીદ સ્મારક વર્તમાન પટણાનું એક અનોખું આકર્ષણ છે.
જૈન ધર્મના ઉદ્દભવસ્થાન સમા બિહારનું આ પાટનગર પાટલીપુત્ર, બિબીસાર અને શ્રેણિક રાજાના પૌત્ર અજાતશત્રુના પુત્ર ઉદયને, ઈ.સ. પૂર્વ ૩૮૮ની સાલમાં વસાવ્યું હતું. અહીં ગુલઝાર બાગ આગળ સ્થૂલિભદ્ર સ્વામીનું મંદિર અને તેની ચરણ પાદુકાઓ છે અને સંભૂતિ વિજય, ભદ્રબાહુસ્વામી, શ્રી ઉમા સ્વાતિ અને શેઠ સુદર્શન જેવા અનેક મહાનુભવોની સ્મૃતિથી સભર છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ ભગવાન મહાવીરની આ જન્મભૂમિ છે. તેમના ત્રણ કલ્યાણક આ સ્થળે થયાં અને જીવનના ત્રીસ વર્ષ પણ તેમણે અહીંજ વિતાવ્યાં હતાં. તેમના જન્મ સ્થળ પર બાંધવામાં આવેલા મંદિરનું દ્રશ્ય.
Page #156
--------------------------------------------------------------------------
________________
શ્રી વૈશાલી તીર્થ
લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં, દુનિયામાં જ્યારે પ્રજાસત્તાકનો ખ્યાલ પ્રચલિત ન હતો ત્યારે વૈશાલીમાં ગણતંત્ર હતું. ૧ લાખ ૬૮ હજારની વસતિ ધરાવતા વૈશાલીમાં ૭૭૦૭ કુટુંબોદા પુરૂષોને રાજ્ય સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર હતો.
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંપાપુરી તીર્થ
જૈનોના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્યના પાંચેય કલ્યાણક શ્રી ચંપાપુરી તીર્થમાં થયાં હતાં. અષાઢ સુદ ચૌદસના દિવસે અહીં મોટો મેળો ભરાય છે.
um not
| |
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી કુંડલપુર તીર્થ હાલનું કુંડલપુર મગધની રાજધાની રાજગૃહીનું ઉપનગર હતું. ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ અર્થાત ગૌતમ સ્વામીનું આ જન્મસ્થાન છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રી સમેત શિખર તીર્થ શ્રી સમેતશિખરને તીર્થકરોની તપોભૂમિ કહેવામાં આવે છે. આ પર્વત ૧૩૬૬ મીટર ઊંચો છે અને તેમાં ૩૧ ટૂંક અર્થાત શિખરો છે.
-
શ્રી આજુ બાલિકા તીર્થ ઋજુ બાલિકા નદીને તીરે, શાલવૃક્ષ નીચે ભગવાન મહાવીરને વૈશાખ સુદ દસમના દિવસે કેવળ જ્ઞાન થયું હતું તેમની પ્રતિમા અને શ્વેતવર્ણ ચતુર્મુખ ચરણ પાદુકા આ મંદિરમાં સ્થાપેલી છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી પાવાપુરી તીર્થ
ભગવાન મહાવીરે તેમના જીવનના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા. અહીંજ તેમણે અંતિમ ઉપદેશ આપ્યો હતો અને અહીંજ તેઓ નિર્વાણ પામ્યા હતા. જ્યાં તેમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો ત્યાં એક જલમંદિર બાંધવામાં આવ્યું છે તે જલમંદિરનું નિકટનું દ્દશ્ય.
શ્રી રાજગિરિ : રાજગૃહી તીર્થ
શ્રી રાજગિરિ અર્થાત્ રાજગૃહીની મહત્તા અને પવિત્રતા ગૌતમ બુધ્ધ અને મહાવીર સ્વામીની સ્મૃતિઓ સાથે જોડાયેલી હોવાથી અકબંધ રહી છે. મહાવીર સ્વામીએ અહીં અને નાલંદામાં જીંદગીના ચૌદ વર્ષ અભ્યાસ અને ધ્યાનમાં વીતાવીને ઉપદેશ આપ્યો હતો.
Page #161
--------------------------------------------------------------------------
________________
બિહાર
બિહાર જૈન ધર્મનું ઉદ્ભવ સ્થાન છે એટલું જ નહિ પણ બિહારમાં જૈનોના ઘણાં મોટાં અને જાણીતાં તીર્થ સ્થાનો પણ છે. એમાં સમેતશિખર, પાવાપુરી, રાજગિરિ અને વૈશાલી ઉપરાંત ક્ષત્રિય કુંડ, જુબાલિકા, ગુણાયાજી, કુષ્ઠલપુર, કાકન્દી, ચંપાપુરી અને પાટલીપુત્રયાને પટણા વગેરે તીર્થસ્થાનો ગણાવી શકાય. એ બધાંયે તીર્થસ્થાનો સાથે તીર્થકરો, ગણધરો અને જૈનોના મહાન આચાર્યોની સ્મૃતિઓ જોડાયેલી છે.
આમ, બિહાર એ ખરેખર જૈનોનો પવિત્ર પાવનકારી યાત્રા પ્રદેશ છે. શ્વેતાંબર પંથીઓની માન્યતા મુજબ સમેતશિખર યાને પાર્શ્વનાથ પર્વત પર જૈનોના પાછલી ચોવીસીના તેમજ વર્તમાન ચોવીસીના વીસ તીર્થંકરો અને અનેક સાધુઓ મોક્ષે સિધાવ્યા છે. સમેતશિખર ઉપર પાર્શ્વનાથનું મંદિર અને વીસ તીર્થંકરોની ટૂંકો છે. વળી, બિહાર એ ત્રણ તીર્થકરો, નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ, બારમા તીર્થંકર વાસુપૂજ્ય અને ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ છે. શ્વેતાંબર પંથી જૈનોની માન્યતા પ્રમાણે ભગવાન શ્રી સુવિધિનાથનાં પાંચે કલ્યાણકો - ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ બિહારમાં થયાં હતાં. તેમાં પ્રથમ ચાર કલ્યાણક બિહારમાં આવેલ કાકન્દીમાં અને પાંચમું કલ્યાણક સમેતશિખરમાં થયું
જ્યાંથી તે મોક્ષે સિધાવ્યા હતા. બારમા તીર્થંકર ભગવાન વાસુપૂજ્યના પાંચે કલ્યાણક બિહારમાં આવેલ ભાગલપુર સ્ટેશન નજીક ગંગાનદી કિનારે ચંપાનાળા જેને ચંપાનગર યા ચંપાપુરી કહે છે
ત્યાં થયાં હતાં. ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનાં પાંચે કલ્યાણક પણ બિહારમાં થયાં હતાં. શ્વેતાંબર પંથના જૈનોની માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરનાં ત્રણ કલ્યાણક - ચ્યવન, જન્મ અને દીક્ષા ક્ષત્રિય કુંડમાં થયાં હતાં, જ્યારે કેવળજ્ઞાન ઋજુબાલિકા નદીને
Page #162
--------------------------------------------------------------------------
________________
તીરે અને પાંચમું કલ્યાણક મોક્ષ પાવાપુરીમાં થયું હતું. દિગંબર પંથીઓની માન્યતા પ્રમાણે ભગવાન મહાવીર સ્વામીનાં ત્રણ કલ્યાણક વૈશાલીથી ત્રણચાર કિલોમીટરના અંતરે આવેલ વાસુકુંડ યાને કુંડપુરમાં થયા હતાં. આમ જૈનોના વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકરોમાંથી બાવીસ તીર્થંકરો બિહારમાંથી મોક્ષે સિધાવ્યા હતા માત્ર બે તીર્થંકરો, પ્રથમ તીર્થંકર આદિનાથ અને બાવીસમા તીર્થંકર નેમનાથ અનુક્રમે અષ્ટાપદ અને ગિરનાર પર્વત ઉપરથી મોક્ષે સિધાવ્યા છે.
ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાંથી ત્રણ ગણધરો શ્રી ઈન્દ્રભૂતિ અર્થાત્ શ્રી ગૌતમસ્વામી, શ્રી અગ્નિભૂતિ અને વાયુભૂતિનો જન્મ બિહારમાં આવેલ નાલંદાથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ શ્રી કુંડલપુરમાં થયો હતો. તેઓ ત્રણ ભાઈઓ હતા. એક મત પ્રમાણે બિહારમાં આવેલ ગુણાયાજી તીર્થમાં શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયું હતું. સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર એ છેલ્લા કેવળી શ્રી જંબુસ્વામી, શ્રી યશોભદ્રસૂરીશ્વરજી, શ્રી સંભૂતિવિજ્ય, શ્રી ભદ્રબાહુસ્વામી, શ્રી સ્થૂલિભદ્ર વગેરે આચાર્યોની જન્મભૂમિ છે. અહિં પાટલીપુત્રમાં જ્યારે બાર વર્ષનો દુકાળ પડ્યો ત્યારે શ્રી સ્થૂલિભદ્ર સ્વામીજીએ જૈન શ્રમણ સંઘને એકત્રિત કરી તેને અગિયાર અંગોમાં સુવ્યવસ્થિત કર્યા હતા. અને એજ પાટલીપુત્રમાં રાજનર્તકી અને વેશ્યા કોશીએ શ્રી સ્થૂલિભદ્રના ઉપદેશથી જૈનધર્મ અંગીકાર કરી શ્રાવિકા બની અને શ્રાવિકાના બાર વ્રતો ધારણ કર્યાં હતાં. નવકાર મંત્રના પ્રભાવથી સૂળીને સિંહાસન બનાવનાર શેઠ વૃષભદત્તના પુત્ર શ્રી સુદર્શનનો સ્વર્ગવાસ પણ અહિં પાટલીપુત્રમાં થયો હતો, અને અહિં જ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિજીએ ‘તત્ત્વાર્થ સૂત્ર’ની રચના કરી હતી.
બિહારમાં આવેલ ચંપાપુરી મહારાજા શ્રીપાલ અને સતી ચંદનબાળાની જન્મભૂમિ છે. ભગવાન મહાવીરના પરમભક્ત શ્રાવક કામદેવ પણ ચંપાપુરીના હતા. અત્યંત ધર્મનિષ્ઠ અને દયાવાન અને
૧૨૦
Page #163
--------------------------------------------------------------------------
________________
જૈનોની માન્યતા પ્રમાણે જેઓ આવતી ચોવીસીના પદ્મનાભ નામે પહેલા તીર્થંકર થવાના છે તે રાજા શ્રેણિક પણ રાજગૃહીના સમ્રાટ હતા. વળી રાજગૃહીમાં વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામીનો જન્મ થયો હતો. અહિ જ તેમના પ્રથમ ચાર કલ્યાણક ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન થયાં હતાં. ભગવાન મહાવીરને કેવલજ્ઞાન થયા પછી બિહાર તેમની કર્મભૂમિ રહી હતી. અને બિહારના પ્રદેશમાં જ તેમણે દેશના આપી હતી. આમ સમસ્ત બિહારની ભૂમિ તેમના પદાર્પણથી પાવન થયેલી છે.
NANIS ૧૨૧
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રી પાટલીપુત્ર તીર્થ : પટણા
આજનું પટના શહેર તે પ્રાચીનકાળનું પાટલીપુત્ર. બિંબીસાર યાને શ્રેણિક રાજાના પૌત્ર અજાતશત્રુના પુત્ર ઉદયને ઈ.સ. પૂર્વે ૩૮૮ની સાલમાં તે વસાવ્યું હતું. ઉદયન રાજા જૈન ધર્મનો અનુયાયી હતો. અહિં તેમને જૈન મંદિરો, પૌષધશાળાઓ વગેરે બંધાવ્યાં હતાં. ઉદયન રાજા પછી મહાપદ્મનંદ રાજા ગાદીએ આવ્યો, જૈનોની માન્યતા પ્રમાણે તેઓ પણ જૈન ધર્મના અનુયાયી હતા. આથી તેમના સમયમાં જૈન ધર્મનો વધુ ફેલાવો થયો.
જૈન ધર્મની માન્યતા પ્રમાણે વર્તમાન ચોવીસમાં જંબુસ્વામી એ આખરી કેવલી હતા અર્થાત્ તેમના પછી કોઈને કેવલજ્ઞાન થયું નથી અને મોક્ષે સિધાવ્યા નથી. આ જંબુસ્વામીના યશોભદ્રસૂરીશ્વરજી નામે એક શિષ્ય હતા. તેમનો જન્મ પાટલી પુત્રમાં થયો હતો. તેમના બે શિષ્યો શ્રી સંભૂતિવિજ્ય અને ભદ્રબાહુસ્વામી પણ અહિંના જ વતની હતા.
મહાપદ્મનંદ રાજાના શકટાલ નામે મંત્રી હતા. તેમને સ્થૂલિભદ્ર અને શ્રેયક નામે બે પુત્ર હતા. સ્થૂલિભદ્ર બુદ્ધિશાળી હતા, પણ વિષયવાસનામાં આસક્ત રહેતા. તેઓ પાટલીપુત્રની રાજનર્તિકા કોશીને ત્યાં જ પડ્યા રહેતા. એક દિવસ આ સંસારને અસાર સમજી, સ્થૂલિભદ્રે શ્રી સંભૂતિવિજય પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા ગ્રહણ કર્યા પછી સ્થૂલિભદ્રના સંયમને આવરી લેતી એક રસપ્રદ કથા છે. પરંપરા મુજબ શિષ્યોએ ચોમાસુ ક૨વા માટે બીજા સ્થળોએ જવા માટે ગુરૂ પાસે આજ્ઞા માગવી પડતી. સ્થૂલિભદ્રે કોશી વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની અનુમતિ માગી. ગુરૂને સ્થૂલિભદ્રના સંયમમાં વિશ્વાસ હતો એટલે તેમણે સ્થૂલિભદ્રને અનુમતિ આપી. સ્થૂલિભદ્ર મુનિ અહિં ગુલઝાર બાગની નજીક આવેલ કોશી વેશ્યાની ચિત્રશાળામાં ચાતુર્માસ કરવા ગયા. કોશી વેશ્યા તો અત્યંત ખુશ થઈ ગઈ પણ સ્થૂલિભદ્ર મુનિએ કોશી વેશ્યાને ત્રણ હાથ દૂર રહેવું તેવો આદેશ આપ્યો. કોશીએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો. આ
૧૨૨
Page #165
--------------------------------------------------------------------------
________________
ગાળા દરમ્યાન કોશીએ સ્થૂલિભદ્રને સંયમમાંથી ચ્યુત કરવા અનેક પ્રકારના હાવભાવ અને ચેનચાળા કર્યા, પણ સ્થૂલિભદ્ર કિંચિત માત્ર તેમના સંયમમાંથી ચ્યુત ન થયા. આ સંયમના પ્રતાપે કોશી શ્રાવિકા બની અને શ્રાવિકાનાં બાર વ્રતો ધારણ કર્યાં. મુનિ સ્થૂલિભદ્રજી ચોમાસુ કરીને પાછા આવ્યાં. સ્થૂલિભદ્રના ગુરૂ તેમના સંયમ ઉપર વારી ગયા હતા એટલે આસન ઉ૫૨થી ઊભા થઈ સ્થૂલિભદ્રને ગળે વળગાડી આવકાર આપ્યો.
સ્થૂલિભદ્ર મુનિ શ્રુતજ્ઞાની હતા. તેમનો જન્મ અને સ્વર્ગવાસ પણ અહિં થયો હતો. અહિં જ તેમને જૈન આગમોનું વાંચન કરાવીને, અગિયાર અંગોને સુવ્યવસ્થિત કર્યા હતા.
અહિં ગુલઝારબાગ આગળ સ્થૂલિભદ્ર સ્વામીનું મંદિર અને તેમની ચરણપાદુકાઓ છે. આ ઉપરાંત બીજાં શ્વેતાંબર અને દિગંબર પંથનાં મંદિરો તેમજ ત્યાં આવેલ તળાવના કિનારે સુદર્શન શેઠનાં અને આર્ય સ્થૂલિભદ્રજીનાં મનમોહક સ્મારકો છે.
શેઠ વૃષભદત્તના પુત્ર સુદર્શન વિશે જે અલૌકિક કથા છે કે તેમને ચંપાપુરીમાં સૂળી પર ચઢાવ્યા હતા, ત્યારે નવકાર મંત્રના પ્રભાવથી તે સિંહાસન બની ગયું હતું. તેમનો સ્વર્ગવાસ પણ અહિં પાટલીપુત્રમાં થયો હતો. ગુલઝાર બાગ આગળ તેમના ચરણ અને સ્વર્ગારોહણ સ્વર્ગસ્થાન
છે.
રાજા મહાપદ્મનંદ પછી પાટલીપુત્રની સત્તા મૌર્યવંશના પ્રથમ રાજા ચંદ્રગુપ્ત મૌર્યના હાથમાં આવી. આ ગાળા દરમિયાન બાર વર્ષનો દુકાળ પડ્યો. તે સમયે ભદ્રબાહુ સ્વામી હજારો મુનિગણ સાથે દક્ષિણમાં આવેલ શ્રવણ બેલગોલામાં ચંદ્રગિરિ પર્વત પર રહ્યા હતા. રાજા ચંદ્રગુપ્ત પણ ભદ્રબાહુસ્વામીની સાથે ગયા હતા.
સ્થૂલિભદ્રસ્વામીએ આચાર્ય શ્રી ભદ્રબાહુસ્વામીજીની સાથે રહીને દશ પૂર્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. જ્યારે બાર વર્ષનો દુકાળ પડ્યો ત્યારે જૈન આગમોને કંઠસ્થ રાખવાની પરંપરા ભૂલાતી જતી હતી, તે સમય શ્રુતધર
૧૨૩
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી સ્થૂલિભદ્રસ્વામીએ જૈન શ્રમણ સંઘને ભેગો કરી આગમોને એકત્રિત કર્યા અને તેને અગિયાર અંગોમાં સુવ્યસ્થિત કર્યા.
દિંગબર પંથીઓની માન્યતા પ્રમાણે શ્રી સ્થૂલિભદ્રસ્વામીજીના સમયથી જૈનોના શ્વેતાંબર અને દિગંબર એમ બે જુદા જુદા સંપ્રદાય બન્યા.
સાતમી સદી સુધી પાટલીપુત્રમાં જૈનોની જાહોજલાલી હતી. જૈનધર્મનો ઘણો ફેલાવો થયો હતો. ઘણા આચાર્યો અને સાધુસંતોએ જૈનધર્મ ઉપર પુસ્તકો લખ્યાં હતાં. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિએ તત્વાર્થ સૂત્રની રચના અહિંયા જ કરી હતી.
પાટલીપુત્ર યાને આજનું પટણા એ શ્રી સંભૂતિ વિજ્ય, શ્રી ભદ્રબાહસ્વામી- શ્રી સ્થૂલિભદ્ર સ્વામી, શ્રી ઉમાસ્વાતિજી, શેઠ સુદર્શન વગેરે અનેક મહાનુભાવોની સ્મૃતિથી સભર છે. અને જૈનો આજે પણ પટણાને તીર્થ માની યાત્રાએ આવે છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
સમેત શિખર
તીર્થકરોની તપોભૂમિ ભારતમાં જૈન ધર્મોનાં ઘણાં તીર્થો છે. મંદિરોની તો એક મોટી હારમાળા છે, અને તે પણ સ્થાપત્ય અને શિલ્પકળાની દ્રષ્ટિએ એક એકથી ચઢિયાતા છે. આ ઉપરાંત કંઈ મંદિરો ખંડિયેર હાલતમાં છે. કોઈ કોઈ સ્થળે ગુફાઓમાં પણ મૂર્તિઓ અને તીર્થકરો અને પુણ્યાત્માનાં પગલાં મળી આવે છે. હિંદભરમાં લગભગ પંદર હજારથી વધુ મંદિરોમાં નિયમિત પૂજા થાય છે તેમાં પાંચ છ હજાર મંદિરો સો વર્ષથી વધારે પ્રાચીન છે. બાકી હજારો મંદિરો અપૂજિત છે. | તીર્થોની સંખ્યા પણ ઘણી છે. તેમાં પાંચથી સાત અતિ મહત્ત્વનાં તીર્થો ગણાય છે. સમેતશિખર, શત્રુજ્ય, પાવાપુરી, ગિરનાર, આબુ, તારંગા, રાજગૃહી અને અષ્ટાપદ, આ બધાં તીર્થોમાં, તીર્થની દ્રષ્ટિએ સમેતશિખરનું ઘણું મહત્ત્વ છે, જો કે જૈન ધર્મીઓ અને ખાસ કરીને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો શત્રુજ્ય તીર્થને ઘણું મહત્ત્વનું તીર્થ ગણે છે. જૈન ધર્મીઓની માન્યતા મુજબ, ગઈ ચોવીસીના ઘણા તીર્થંકર તેમજ ચાલુ ચોવીસીના વીસ તીર્થંકરો, ઘણા મુનિઓ સાથે અહિંથી મોક્ષે સિધાવ્યા હતા. બાકી ચાર તીર્થકરો - પહેલા આદિનાથ, બારમા વાસુપૂજ્ય, બાવીસમા નેમિનાથ અને ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી અનુક્રમે અષ્ટાપદ, ચંપાપુરી, ગિરનાર અને પાવાપુરીમાંથી મોક્ષે સિધાવ્યા હતા. એકચૈત્યવંદનમાં બે પંક્તિઓ દ્વારા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે
સમેતશિખર તીરથ વડો, જ્યાં વીસે જીન પાય
વૈભારગિરિ ઉપરે, શ્રી વીર જીનેશ્વર રાય. આમ સમેતશિખરને એક મોટા તીર્થ તરીકે વર્ણવ્યું છે અને ત્યાં વીસ
SS ૧૨૫ NNNN
Page #168
--------------------------------------------------------------------------
________________
તીર્થંકરોનાં પગલાં છે એવો ઉલ્લેખ કર્યો છે તેમજ વૈભારગિરિ અર્થાત્ રાજગૃહી ઉપર મહાવીર સ્વામીના પગલાં છે.
એ જ ચૈત્યવંદનમાં બીજી નીચે મુજ્બની પંક્તિઓમાં બીજાં મોટાં તીર્થયાત્રાના સ્થળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શંત્રુજયે શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર, તારંગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ જુહાર, અષ્ટાપદ ગિરિ ઉપરે જિન ચોવીસે જોય,
અર્થાત્ શત્રુંજ્યગિરિ તીર્થ ઉપર પ્રથમ તીર્થંકર ઋષભદેવ, ગિરનાર પર્વત પર બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ, તારંગાની ટેકરી ઉપર બીજા તીર્થંકર અજીતનાથ અને આબુ પર્વત પર પહેલા તીર્થંકર ઋષભદેવ મૂળનાયક છે. તેમજ અષ્ટાપદ પર્વત પર ચોવીસે તીર્થંકરની પ્રતિમાઓ છે. આ વર્ણનમાં મુખ્ય યાત્રાના સ્થળોનો ઉલ્લેખ છે, જેમાં અષ્ટાપદ પર્વત કૈલાસ-માનસરોવ૨ના રસ્તે દાહેચીનથી આગળ પંદર વીસ ડુંગર વટાવ્યા પછી આવેલો છે.
સૌરાષ્ટ્રમાં આવેલ પાલિતાણાનું શત્રુંજ્ય તીર્થ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. મોટે ભાગે જૈનો શત્રુંજ્યની યાત્રાએ વધુ જાય છે. શત્રુંજ્યના પહાડ ઉપર સેંકડોની સંખ્યામાં જૈનોના શ્વેતાંબર અને દિગંબર પંથના મંદિરો આવેલાં છે. સમેતશિખર પર તો એક જ જૈન મંદિર છે, બાકીના સ્થળોએ તીર્થંકરનાં પગલાં છે.
બિહાર પ્રાંતના હઝારીબાગ જીલ્લાના ગિરદિહથી પચ્ચીસ કિલોમીટરના અંતરે, પાવાપુરીથી બસો કિલોમીટરના અંતરે અને પારસનાથથી બાવીસ કિલોમીટરના અંતરે સમેતશિખર આવેલું છે. ગિરદિહ પારસનાથ વગેરે સ્થળોથી મધુબન સુધી બસ, મોટરગાડી વગેરે વાહનો મધુવનમાં આવેલી ધર્મશાળાઓ સુધી જાય છે.
મધુવનથી સમેતશિખર ઉપર ચઢવાનો માર્ગ શરૂ થાય છે. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ અહિંથી મોક્ષે સીધાવ્યા હતા તેથી સમેત
૧૨૬
Page #169
--------------------------------------------------------------------------
________________
શિખર પહાડ ઉપર મંદિરમાં પાર્શ્વનાથ મૂળ નાયક છે અને સમેત શિખર પારસનાથ ગિરિ તરીકે પણ ઓળખાય છે. તે તેરસો છાસઠ (૧૩૬) મીટર ઊંચો છે. ઉપર ચઢવા માટે પગથિયાં છે. જે યાત્રાળુઓ શારીરિક અશક્તિને કારણે પહાડ ઉપર ન ચઢી શકે તેના માટે ડોળીઓની વ્યવસ્થા પણ છે.
સમેત શિખર અત્યંત પવિત્ર તીર્થ મનાય છે એટલે યાત્રિકો ચામડાના જોડા પહેરી ઉપર ચઢતા નથી. કોઈ કંતાનના જોડા પહેરીને ચઢે છે તો કોઈ ઉઘાડા પગે ચઢે છે. યાત્રા આસોમાસમાં શરૂ થાય છે અને ફાગણ મહિનાની પૂર્ણિમા સુધી ચાલુ રહે છે. પહાડ પરનો યાત્રામાર્ગ સુરક્ષિત અને સુવિધાવાળો છે અને વચમાં હરિયાળી ગિરિકું છે જેમાંથી પવનની આલ્હાદક લહરીઓ આવે છે. પગે ચાલીને ઉપર જનાર યાત્રાળુઓને આથી રાહત મળે છે, અને થાકની અસર ઓછી થાય છે. પર્વત પર સૌથી અધિક જૈન યાત્રાનાં સ્થળો છે.
મધુવનમાં જૈનોની બે વિશાળ ધર્મશાળાઓ છે. અહિં યાત્રાળુઓ માટે આવાસ અને ભોજનની વ્યવસ્થા છે.
મધુવનમાં પણ મંદિરો આવેલાં છે. યાત્રાળુઓ મધુવનમાં આવેલાં મંદિરોમાં દર્શન કરી પહાડ પરના મંદિરોની યાત્રાએ જાય છે.
પર્વત પર એકત્રીસ (૩૧) ટૂંક યાને શિખરો છે. યાત્રાળુઓ સૌ પ્રથમ મહાવીર સ્વામીના પ્રથમ ગણધર જેને લબ્ધિના દાતાર અને જેમના નામસ્મરણથી મનોવાંછિત કાર્ય સિદ્ધ થાય છે તેમ માને છે તે ગૌતમ સ્વામીની દોરી આગળ આવે છે અને ત્યાંથી યાત્રાનો આરંભ કરે છે. માર્ગમાં જળમંદિર આવે છે. એમાં જૈનોના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની શ્યામ પાષાણની મનમોહક પદ્માસનસ્થ પ્રતિમા છે. એના ઉપર સહસ્ત્રફણાવાળા નાગનું છત્ર છે. જે સ્થળે પાર્શ્વનાથ ભગવાન નિર્વાણ પામ્યા હતા, તે જલમંદિરથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાં પાર્શ્વનાથ ભગવાનની પાદુકાઓ સ્થાપિત કરવામાં આવી છે.
૧૨૭
Page #170
--------------------------------------------------------------------------
________________
મહાવીર સ્વામીએ અહિંથી થોડે દૂર આવેલ ઋજુબાલિકા નદીના તીરે, તેર વર્ષ સુધી તપશ્ચર્યા કરી હતી અને અહિં જ તેમને કેવળ જ્ઞાન થયું હતું. આ પર્વત ઉપર જૈનોના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથે સમાધિ લઈને દેહત્યાગ કર્યો હતો. આથી આ પર્વતને સમાધિગિરિ પણ કહેવામાં આવે છે.
આમ, સમેત શિખર એ તીર્થંકરોની અને હજારો આત્માઓની તપોભૂમિ હોઈને, જૈન ધર્મીઓ માટે એક પવિત્ર અને પુણ્યમય ભૂમિ છે.
સમેત શિખર તીર્થને સમેતગિરિ, સમેત શિખર, સમાધિગિરિ, સમેતાચલ વગેરે નામોથી સંબોધવામાં આવતું હતું પણ હાલ તો તેનો ઉલ્લેખ સમેત શિખર અને પારસનાથ પહાડના નામથી કરવામાં આવે છે.
અહિંના ઇતિહાસની એક દિલચશ્પ કથા એ છે કે વિક્રમ સંવત ૧૬૪૯માં મોગલ બાદશાહ અકબરે શ્રીસમેતશિખર ક્ષેત્ર જૈન આચાર્ય શ્રી હીરવિજ્યસૂરિજીને ભેટ આપ્યું હતું. આ પછીના કાળમાં બીજો એવો પણ એક ઉલ્લેખ છે કે ‘વિક્રમ સંવત ૧૮૦૫માં દિલ્હીના બાદશાહ અહમદશાહે મુર્શિદાબાદના જગત શેઠ મહતાબરાયને મધુવન કોઠી, પારસનાથ તળેટીના ૩૦૧ વીધાં જમીન, પારસનાથ પહાડ વગેરે ભેટમાં આપ્યાં હતાં. તે પછી જગતશેઠ મહતાબરાયે તીર્થનો જીર્ણોદ્ધાર કરવાનું કામ ઉપાડ્યું, તે દરમ્યાન જગતશેઠ મહતાબરાયનું અવસાન થયું. તેમના પછી આવેલા તેમના વારસદાર ખુશાલચંદ શેઠે આ કામ ચાલુ રાખ્યું. એક કિંવદંતી છે કે વીસ તીર્થંકરોના નિર્વાણ સ્થાનોની ચોક્કસ માહિતી નહિ મળવાથી ખુશાલચંદ શેઠે પં. દેવવિજ્યજીની પ્રેરણાથી અઠ્ઠમ તપ કરીને પદ્માવતી દેવીની ઉપાસના કરી અને તીર્થંકરોના નિર્વાણ સ્થાનોની પ્રમાણિકતા પ્રાપ્ત કરી. પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ હાજર થઈને માર્ગ દર્શન આપી જણાવ્યું કે પહાડ પર જ્યાં જ્યાં કેસરના સ્વસ્તિક ચિહ્ન મળે તેને મૂળ સ્થાન માનીને તીર્થંકરોનાં નિવાસ સ્થાન સમજીને ત્યાં સ્તૂપ અને ચરણ પાદુકાઓનું નિર્માણ કરવું, આ આદેશને અનુસરીને ખુશાલચંદ શેઠે તીર્થંકરોની ચરણ પાદુકાઓનું નિર્માણ કર્યું. આ જ
૧૨૮
Page #171
--------------------------------------------------------------------------
________________
સમયે મધુવનમાં જ્ઞાનમંદિર, ધર્મશાળા અને પહાડના ક્ષેત્રપાલ શ્રી ભોમિયાજીનું મંદિર તેમજ પહાડ પર જળમંદિર વગેરે બનાવવામાં આવ્યાં.
આ પછી કેટલાક સમયે, કોઈ કારણથી આ પહાડ પાલગંજના રાજાના કબજામાં આવ્યો. શ્વેતાંબર પંથની શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ તારીખ મી માર્ચ ૧૯૧૮ના રોજ આ પહાડ પાલગંજના રાજ પાસેથી રૂપિયા બે લાખ બેતાલીસ હજાર આપીને ખરીદી લીધો અને આમ ઈ.સ. ૧૯૧૮ની સાલથી આ પહાડ શ્વેતાંબર સંઘના
કામાં છે.
ભોમિયાજીના મંદિરથી થોડે અંતરે જઈએ એટલે પહાડનું ચઢાણ શરૂ થાય છે. જૈનોની અને જૈનેતરોની પણ એવી માન્યતા છે કે શ્રી ભોમિયાજી બાબા પ્રત્યક્ષ અને ચમત્કારી છે, અને શ્રદ્ધાળુ ભક્ત જનોની મનોકામનાઓ પુરી કરે છે. આથી યાત્રાળુઓ પહેલાં શ્રી ભોમિયાજી બાબાનાં દર્શન કરી શ્રીફળ ચઢાવીને યાત્રાની શરૂઆત કરે છે. ઉપરનું ચઢાણ છ માઈલનું છે. એટલું જ ઉતરાણનું, અને લગભગ છ માઈલનું પરિભ્રમણ છે. આ બધી ટુંકોએ જતાં લગભગ અઢાર માઈલનું અંતર થાય છે. એટલે યાત્રાળુઓ લગભગ સવારના સાડાચાર પાંચ વાગે ઉપર ચઢવાની શરૂઆત કરે છે અને લગભગ ચાર પાંચ વાગે નીચે ઉતરે છે.
ઉપર ચઢતાં પહેલી ટૂંક ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીની આવે છે. આ ગૌતમ સ્વામીનું નિર્વાણ સ્થાન નથી. તેમનું સ્થાન તો રાજગૃહી અથવા ગુણાયાજી છે પણ જૈનોમાં એવી માન્યતા છે કે તેમના નામ સ્મરણ માત્રથી મનોવાંછિત કાર્ય સિદ્ધ થાય છે. આ કારણે કદાચ પહેલી ટૂંક ગૌતમ સ્વામીની હશે. ગૌતમ સ્વામીજીની ટૂંકથી ડાબા હાથે જતાં જલમંદિર જવાય છે, અને જમણે હાથે જતાં પાર્શ્વનાથની ટૂંક પર પહોંચાય છે. જલમંદિર ૧૯મી ટૂંક પર આવે છે. અહિં શ્વેતાંબર પંથની ઘર્મશાળાઓ છે, તેમાં નાહવા ધોવા અને સેવા પૂજા વગેરે માટેની વ્યવસ્થા છે. મંદિરમાં મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાન છે. અહિં ચારેબાજુ હરીભરી વનરાજી અને શાંત વાતાવરણ છે.
IN ૧૨૯
Page #172
--------------------------------------------------------------------------
________________
પર્વત પર બધી મળી એકત્રીસ ટૂંક છે. છેલ્લી એકત્રીસમી સર્વોચ્ચ ટૂંક છે. આથી એને મેઘાંબર ટૂંક પણ કહે છે. આ ટ્રેક પર બે માળનું શિખર-બંધી મંદિર છે. * નીચે, શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે. જૈનોની માન્યતા પ્રમાણે ભગવાન પાર્શ્વનાથ શ્રાવણ સુદ ૮ ને દિવસે મુનિઓ સાથે આ સ્થળેથી મોક્ષે સિધાવ્યા હતા. આથી આ ટેકરી પારસનાથ હીલ તરીકે પણ ઓળખાય છે. આમ સમેત શિખર તીર્થકરો અને મુનિગણોની તપોભૂમિ અને નિર્વાણ ભૂમિ હોઈને અહિની યાત્રા પુણ્યોપરોપકારી અને પાપ વિનાશકારી ગણાય છે.
અહિંથી જોતાં ચારે બાજુનું દ્રશ્ય મનોહર લાગે છે. આખો પર્વત વનરાજીથી આચ્છાદિત છે અને વાદળો પર્વતને આલિંગન કરતા હોય છે.
માગશર વદ દશમના દિવસે પાર્શ્વનાથ ભગવાનનો જન્મ થયો હતો એટલે તે દિવસે અહિ મોટો મેળો ભરાય છે. જેમાં જૈનેતર પણ મોટી સંખ્યામાં આવે છે.
અહિ મધુવનમાં શ્વેતાંબર અને દિગંબર ઘર્મશાળાઓ છે. ઓઢવા પાથરવા સહિતની રહેવાની અને ભોજનની વ્યવસ્થા છે.
મધુવન ગિરદિહથી લગભગ પચ્ચીસ કિલોમીટરના અંતરે અને પારસનાથની લગભગ બાવીસ કિલોમીટરના અંતરે આવેલું છે. આ બન્ને સ્થળોએ બસ, મોટરગાડી વગેરે મધુવનમાં આવેલ ધર્મશાળા સુધી લઈ જાય છે. ગિરદિહ અને પાર્શ્વનાથમાં પણ સ્ટેશનની નજદીક શ્વેતાંબર મંદિર અને ધર્મશાળાઓ છે. ત્યાં પણ સેવા પૂજા કરવા માટે અને રહેવાની અને ભોજનની વ્યવસ્થા છે.
RSSSSSSSSSSSSSSS ૧૩૦
Page #173
--------------------------------------------------------------------------
________________
શ્રી અજુબાલિકા તીર્થ
ભગવાન મહાવીરને આ સ્થળે 22જુબાલિકા નદીના તીરે શાલવૃક્ષ નીચે વૈશાખ સુદ દસમના દિવસે વિજય મુહૂર્તમાં કેવળજ્ઞાન થયું હતું તેમ માનવામાં આવે છે. આ સ્થળ મહાવીર સ્વામીનું ચોથું કલ્યાણક હોઈ તે તીર્થક્ષેત્ર તરીકે જાણીતું છે. આજે જે બરાકર નદી છે તે પ્રાચીનકાળમાં 2જુબાલિકા કહેવાતી. હાલ અહિં એક જ મંદિર છે. તે નદીના તટ પર આવેલું છે. મંદિર ઘણું આકર્ષક છે. તેની નિર્માણ શૈલી મનમોહક છે. મંદિરમાં ભગવાન મહાવીરની એક પ્રાચીન કલાત્મક પ્રતિમા અને શ્વેતવર્ણની ચતુર્મુખ ચરણ પાદુકાઓ છે.
૧૩૧
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રી પાવાપુરી તીર્થ
જૈન ધર્મના છેલ્લા અને ચોવીસમા તીર્થંકર અને જિન ધર્મના પ્રવર્તક ભગવાન મહાવીરે તેમના ભવ્ય અને માનવજાતિના કલ્યાણકારી જીવનના અંતિમ દિવસો પાવાપુરીમાં વીતાવ્યા હતા. અહિં જ તેમને જીવનનો અંતિમ ઉપદેશ આપ્યો અને નિર્વાણ પામ્યા. શ્વેતાંબર પંથની માન્યતા પ્રમાણે આસો વદ અમાસની રાત્રિના અંતિમ પ્રહરે સ્વાતિ નક્ષત્રમાં તેઓ નિર્વાણ પામ્યા હતા. જ્યારે દિગંબર પંથની માન્યતા પ્રમાણે આસો વદ (૧૪) ચૌદશની રાત્રિએ અંતિમ પ્રહરમાં નિર્વાણ પામ્યા હતા, આ જ સ્થળે તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો.
આ ત્રણે સ્થળો - જ્યાં તેમને છેલ્લો ઉપદેશ આપ્યો, જ્યાં તેઓ નિર્વાણ પામ્યા, અને જ્યાં તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો એ ત્રણે સ્થળો, આશરે એકથી દોઢ કિલોમીટરના અંતરે આવેલાં છે. આ ત્રણે સ્થળોમાં જ્યાં તેમના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કા૨ ક૨વામાં આવ્યો તે ભૂમિને જૈનો વધુ પવિત્ર ગણે છે. મહાવીર સ્વામીના મોટાભાઈ નંદીવર્ધને અંતિમ દેશનાના સ્થળ અને અંતિમ સંસ્કારના સ્થળ પર ચોતરા બનાવીને મહાવીર સ્વામીના ચરણ ચિહ્ન પ્રસ્થાપિત કર્યાં હતાં. તે બન્ને સ્થળો આજે ગામમંદિર અને જલમંદિર તરીકે ઓળખાય છે. જે સ્થળે અગ્નિ સંસ્કાર કર્યો હતો તે સ્થળે, મૂળે એક જલમંદિર બાંધવામાં આવ્યું હતું. આજે હયાત છે તે જળમંદિર પાછળથી તે જગા પર બાંધવામાં આવ્યું હશે. જળમંદિર સંગેમરમરના પત્થરોથી બાંધવામાં આવ્યું છે. મંદિર કંઇક અંશે લંબચોરસ આકારનું છે. તેની ચારે બાજુ પગથિયાં અને એક સરખા થાંભલા અને કમાનો છે. વચ્ચે ઘુમ્મટ ઉપર સોનાના ઢાળ ચડાવેલા કળશ છે. વચ્ચે મોટા ઘુમ્મટની બે બાજુએ નાના ઘુમ્મટો છે. તેના ઉપર પણ સોનાનો ઢોળ ચડાવેલો કળશ છે. મંદિરના ગર્ભગૃહના મધ્યભાગમાં મહાવીર સ્વામીનાં પગલાં છે. તે, શ્યામવર્ણનાં લગભગ ૧૮ સે.મી.ના
૧૩૨
Page #175
--------------------------------------------------------------------------
________________
માપનાં છે. અને તેની બે બાજુએ તેમના બે ગણધર પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને પાંચમા ગણધર સુધર્માસ્વામીનાં પગલાં છે. ચાર દિશાઓએ દેવડીઓ છે, જેમાં દાદાજી મહારાજ વગેરેના પગલાં છે.
મંદિરમાં જવા માટે એક બાજુએ મોટો પુલ બાંધવામાં આવ્યો છે તે લગભગ ૨૦૦ થી ૩૦૦ ફૂટની લંબાઈનો હશે.
મંદિરનું સ્થાપત્ય સુંદર અને આકર્ષક છે. તેને એક મોટા કમળના ફૂલોથી લદબદ સરોવરની વચમાં એક ટાપુ પર બાંધવામાં આવ્યું છે. આથી તેને જળમંદિર કહે છે. તળાવની વચમાં હોઈને મંદિર વધુ સુશોભિત લાગે છે. તળાવમાં પક્ષીઓનાં ટોળાં પણ આવે છે.
શ્વેતાંબર પંથના જૈનોની માન્યતા પ્રમાણે મહાવીર સ્વામી દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા હતા, એટલે દિવાળીના દિવસે હજારોની સંખ્યામાં જૈનો અહિં યાત્રાએ આવે છે અને દીપાવલીનો તહેવાર ઉજવે છે. શ્વેતાંબર જૈનોની માન્યતા પ્રમાણે દીપાવલીનો તહેવાર ઉજવવાની પ્રથાનો મહાવીર ભગવાનના નિર્વાણ દિવસથી પ્રારંભ થયો. શ્વેતાંબર પંથીઓ આ દિવાળીની રાત્રિએ અંતિમ પ્રહ૨માં અહિં લાડુ ચડાવે છે.
આ મંદિર, અમૃતસરમાં આવેલા શીખોના સુવર્ણ મંદિરની સ્મૃતિ તાજી કરે છે. સુવર્ણ મંદિર પણ ચોતરફ પાણીની વચમાં બાંધવામાં આવ્યું છે અને તેમાં જવા માટે જળમંદિરમાં જવા માટે છે તેવો પુલ બાંધવામાં આવ્યો છે.
જળમંદિરની જગા માટે એવી કિંવદંતી છે કે હજારો અને લાખોની સંખ્યામાં તેમના અનુયાયી અને ભક્તોએ આ સ્થળ ઉપરથી તેમના આશીર્વાદ મેળવવા તેમના અવશેષોની રાખ અને માટી લીધી અને આથી ત્યાં મોટો ખાડો થઈ તળાવ બન્યું. તેમાં હજારો કમળો છે તેથી તે કમળ તળાવ કહેવાય છે અને તેની મધ્યમાં મંદિર બાંધવામાં આવ્યું છે.
આ જળમંદિરની પાસે જ દિગંબર પંથનું એક વિશાળ મંદિર છે.
આ ક્ષેત્ર પ્રાચીનકાળમાં મગધ દેશનું એક શહેર હતું, તે પાવા અને અપાપાપુરી તરીકે ઓળખાતું. આ શબ્દોનો અપભ્રંશ થતાં કાળક્રમે તેને
૧૩૩
Page #176
--------------------------------------------------------------------------
________________
પાવાપુરી કહેવામાં આવ્યું.
અહિંથી થોડે દૂર ગામની અંદર જ્યાં તેઓ નિર્વાણ પામ્યા હતા ત્યાં આરસપહાણના પત્થરનું એક મંદિર છે પણ તેની છત સિમેન્ટની છે. છતની ડીઝાઈન યાને રૂપરેખા આબુના દેલવાડાના મંદિરમાં બનાવેલ કમળના આકારની છે.
મંદિરના ગર્ભગૃહના મધ્ય ભાગમાં મહાવીર સ્વામીની પ્રતિમા છે અને તે પ્રતિમાની એક બાજુ જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવની અને બીજી બાજુ જૈનોના સોળમા તીર્થંકર શાન્તિનાથજીની પ્રતિમા છે. ગર્ભગૃહની વચમાં જ્યાં તેઓ નિર્વાણ પામ્યા હતા ત્યાં એક કાળો પત્થર છે. એમ કહેવાય છે કે આ સ્થળે તે સમયે રાજા હસ્તિપાલની રજુગ શાળા હતી જ્યાં મહાવીર સ્વામી ચાતુર્માસ રહ્યા હતા. ગર્ભગૃહની બહાર બે બાજુએ ભૈરવની મૂર્તિઓ છે.
મહાવીર સ્વામીના નિર્વાણ મંદિર અને જળમંદિરથી થોડા વધુ અંતરે જ્યાં તેમને છેલ્લી દેશના અર્થાતુ ઉપદેશ આપ્યો હતો તે સ્થળ આવેલું છે. આ સ્થળ ઉપર આરસપહાણના પત્થરનું એક સુંદર સમવસરણ યાને વ્યાખાન સભામંડપ બાંધવામાં આવ્યું છે. સમવસરણનું સ્થાપત્ય બેનમૂન છે. તેની શિલ્પકળા પણ એટલી જ બેનમૂન છે. એમાં ત્રણ માળ છે. ઉપર જવા માટે પગથિયાં છે. આ સમવસરણ દૂરથી જોતાં અતિ સુંદર અને આકર્ષક લાગે છે. સમવસરણના પાછલા ભાગમાં મહાવીર સ્વામીના મોટાભાઈ નંદીવર્ધને એક નાનું સ્થાનક બાંધ્યું હતું જે હજી મોજૂદ છે. શ્વેતાંબર પંથની માન્યતા મુજબ એમ માનવામાં આવે છે કે ઈન્દ્રભૂતિ જે પાછળથી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી તરીકે ઓળખાયા, તેમનો મહાવીર સ્વામી સાથે પ્રથમ મેળાપ અહિં થયો હતો.
સમવસરણની સામે આરસપહાણના પત્થરનું એક મંદિર બાંધવામાં આવ્યું છે. સમવસરણની આગળ મંડપના ભાગમાં આરસના સ્તંભો છે તેની ઉપર છત બાંધવાની હજી બાકી છે.
SSSSS ૧૩૪ SSSSS
Page #177
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું.તેમનું સંસારનું નામ વર્ધમાન હતું. તેમનો જન્મ ઈ.સ.પૂર્વે ૫૯૯ના ચૈત્ર સુદ ૧૩ને દિવસે બિહાર પ્રાંતના કુંડગ્રામમાં થયો હતો. તેમના જન્મ પછી પિતાની સમૃદ્ધિ વધી એટલે તેમનું નામ વર્ધમાન પાડવામાં આવ્યું હતું. તેમને એક મોટાભાઈ અને એક બહેન હતાં. ભાઈનું નામ નંદીવર્ધન અને બહેનનું નામ સુદર્શના હતું. બચપણથી તેઓ વૈરાગી વૃત્તિવાળા હતા, છતાં માતાપિતાના આગ્રહથી લગ્ન કર્યાં અને સંસારી જીવનમાં પ્રવેશ કર્યો. તેમની પત્નીનું નામ યશોદાદેવી હતું. તેનાથી તેમને એક પુત્રી થઈ હતી. તેનું નામ પ્રિયદર્શની હતું. તેમના અઠ્ઠાવીસમા વર્ષે, માતા પિતાનો દેહાંત થયો. તેઓ સંસાર છોડી જવા માટે તૈયાર થયા પણ મોટાભાઈ નંદીવર્ધને તેમને બે વર્ષ માટે તેમ કરતાં અટકાવ્યા. આમ ત્રીસ વર્ષની ઉંમરે તેમને સર્વસ્વનો ત્યાગ કરી ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથના સંઘને અનુસરીને, સાધુપણું અંગીકાર કર્યું. ત્રીસથી બેંતાલીસ વર્ષની વય સુધી તેમણે સતત તપશ્ચર્યા કરી. બેંતાલીસ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પામ્યા. ત્યારબાદ ત્રીસ વર્ષ સુધી જુદા જુદા પ્રદેશોમાં વિહાર કરી ઉપદેશો આપ્યા અને બોંતેર વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. જૈનોના ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ સુધી અહિંસા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્ય એ ચાર મહાવ્રતો ગણાતાં તેમાં ભગવાન મહાવીરે અપરિગ્રહના પાચમા વ્રતનો ઉમેરો કર્યો
કર્મની ફિલસૂફી એ જૈનધર્મની એક મહત્ત્વની ફિલસૂફી છે. કર્મની ફિલસૂફીમાં ભગવાન મહાવીર ધણા ઊંડા ઉતર્યા હતા. મૂળ ફર્મની ફિલસૂફીના તેમને બે પ્રકાર ગણાવ્યા. ઘાતી અને અઘાતી. ધાતી અને અધાતી કર્મને બીજા ચાર ચાર પેટા ભાગમાં વહેંચ્યા. આમ આઠ પ્રકારના ફર્મ બતાવ્યાં વળી તેના અવાન્તર ભેદ ૧૪૮ છે તેમ પ્રતિપાદન કર્યું.ધાતી કર્મમાં જ્ઞાનાવરણીય (૨) દર્શનાવર્ણીય (૩) મોહનીય અને (૪) અંતરાય કર્મનો સમાવેશ થાય છે. અધાતી કર્મમાં (૧) વેદનીય (૨) ગોત્ર (૩) આયુ અને (૪) નામ કર્મનો સમાવેશ થાય છે. જૈન ધર્મની માન્યતા મુજબ ધાતી કર્મ ખપાવી શકાય છે, પણ અધાતી કર્મને ખપાવી શકાતાં નથી. કેવળજ્ઞાન પામ્યા પછી પણ તે કર્મ ભોગવવાં પડે છે. અહિં
૧૩૫
Page #178
--------------------------------------------------------------------------
________________
જૈન ધર્મની દ્રષ્ટિએ કર્મની ફિલસૂફીની એક ઉપરછલ્લી રૂપરેખા આપી છે. જૈન ધર્મ કર્મની ફિલસૂફીમાં ઘણો ઊંડો ઊતર્યો છે અને કર્મની ફિલસૂફીની ઘણા વિસ્તારથી છણાવટ કરી છે અને તેના સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. કર્મની ફિલસૂફી એ જૈનધર્મની માનવજાતિને એક મોટી દેણ છે. કર્મગ્રંથ નામના જૈન ગ્રંથમાં એ ફિલસૂફીની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે.
એવી જ બીજી ફિલસૂફી, જૈન ધર્મે માનવજાતિને આપી તે અનેકાન્તવાદની છે. જૈન ધર્મના સિદ્ધાંતનું મૂળ અહિંસા છે. જીવો અને જીવવા દો એ એનું સૂત્ર છે, અહિંસાનું પાલન, અનેકાન્તવાદની દ્રષ્ટિ વગર સંભવિત નથી. અહિંસાનો સિદ્ધાંત એ ભગવાન મહાવીરના જીવનમાં અગ્રિમ સ્થાને હતો. અહિંસાના સિદ્ધાન્તને મન, વચન અને કાયાથી જીવનમાં ઊતારીને તેનો ઉપદેશ આપવા તેમને આખું જીવન વીતાવ્યું અને તેને માટે જીવનમાં અપ્રતિમ તપસ્યા કરી, ભગવાન મહાવીરની દ્રષ્ટિએ વિશ્વના અણુએ અણુમાં જીવન વ્યાપ્ત છે અને જેમ દરેક વ્યક્તિને પોતાનું જીવન વહાલું હોય છે તેમ દરેક અણુમાં વસેલા જીવને તેનું જીવન વહાલું હોય છે. આથી, બીજા જીવને કોઈ ઈજા ન થાય અગર થોડામાં થોડી ઈજા થાય તે દ્રષ્ટિ રાખીને તેઓ જીવન જીવ્યા. જીવોને કષ્ટ નહિ આપવું એ શારીરિક અહિંસા છે. બીજના વિચારો પર પ્રહાર ન કરવો, તેને સમજવાની કોશિશ ન કરવી તે માનસિક અહિંસા છે. અનેકાન્તવાદ આનું સ્વરૂપ છે.
આ બીજી કોઈ જીવને ઈજા ન કરવાની તેમની આજીવન દ્રષ્ટિમાંથી બીજાઓના વિચારોને અને માન્યતાઓને પણ કોઈ ઈજા ન થાય તેવું દ્રષ્ટિબિંદુ તેમને લાગ્યું અને આમ બીજાના વિચારો અને દ્રષ્ટિબિંદુને સમજવાની અને તેને યોગ્ય સ્થાન આપવાની વિશાળ દ્રષ્ટિ તેમને ખીલવી અને અમલમાં મૂકીને, અનેકાન્તવાદના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું.
પોતાના જ મતને પકડી રાખવો એમાં અહંકાર પણ છે. સત્ય જાણવાનો એક જ માર્ગ નથી પણ જે સત્યનો માર્ગ સમજવાની કોશિશ કરે છે અને સત્યનો માર્ગ સમજી શકે છે તે કદી પોતાના મત વિશે દુરાગ્રહી હોતો નથી. સત્યને માર્ગે ચાલનારમાં સહિષ્ણુતા હોય, સહઅસ્તિત્ત્વની
S ૧૩૬
Page #179
--------------------------------------------------------------------------
________________
ભાવના હોય. આ વિચારસરણી તેમના અનેકાન્તવાદની ફિલસૂફીમાં વણાયેલી છે.
ઘણી વ્યક્તિઓ પોતાની માન્યતામાં એટલા રૂઢ હોય છે કે બીજાઓનું દ્રષ્ટિબિંદુ તેઓ નથી સમજી શકતી. આવી વ્યક્તિઓની માન્યતાને એકાંતવાદ દ્રષ્ટિબિંદુવાળા કહી શકાય. જ્યારે બીજી બાજુ એવી વ્યક્તિઓ હોય છે, જે બીજાનાં દ્રષ્ટિબિંદુઓ સમજવાની કોશિશ કરતી હોય છે, અને વસ્તુસ્થિતિને બધા જ દ્રષ્ટિકોણથી જોતી હોય છે. આવી દ્રષ્ટિવાળાને અનેકાન્તવાદી કહી શકાય. સત્ય સમજવાની અને જોવાની જેને ઈતેજોરી હોય છે તે આ અનેકાન્તવાદના સિદ્ધાંતમાં માનતા હોય છે.
ન
જૈન ધર્મમાં હિંસા-અહિંસા કર્તાની ભાવના અને તેના ઈરાદાઓ પર, આધારિત છે, તેની ક્રિયા પર નહિં. હિંસા કરનાર વ્યક્તિનો ભાવ હિંસા કરવાનો ન હોય તો તે હિંસક ન કહી શકાય. તેવી જ રીતે, માણસ હિંસા ન કરતો હોય છતાં તેની ભાવનામાં હિંસા હોય તો તે હિંસક કહી શકાય. આ દ્રષ્ટિબિંદુ ગીતાની નિષ્કામ કર્મ ભાવનાની ફિલસૂફીની સાથે સરખાવી શકાય. ગીતામાં પણ નિષ્કામ ભાવનાથી કરેલા કર્મનું પરિણામ વ્યક્તિને ભોગવવું પડતું નથી. ગીતામાં પણ ક્રિયા કરતાં ભાવના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
અનેકાન્તવાદને મળતી બીજી ફિલસૂફી સ્યાદવાદ યાને સપ્તભંગી ન્યાયની છે. આ ફિલસૂફીનું મૂળ માનવી વસ્તુના ગુણોના સમગ્ર અનુભવ એક સાથે કરી શકતો નથી તેમાં રહેલું છે. એટલે એક જ વસ્તુને જુદી જુદી દ્રષ્ટિથી જોનાર વ્યક્તિઓ તેમની દ્રષ્ટિએ સાચી હોય છે પણ તે જ વ્યક્તિઓ એજ વસ્તુના ગુણોને સમગ્રપણે જોઈ શકે તો તેમને સમજાય કે તેમની પ્રથમ દ્રષ્ટિમાં ખામી અર્થાત્ ભૂલ હતી.
દરેક પદાર્થ અગણિત ગુણોથી ભરેલો હોય છે. એ અગણિત ગુણોને ક્રમે ક્રમે જોવા એ સ્યાદવાદના સિદ્ધાંન્તની વિરૂદ્ધ છે. બધા જ ગુણોને એક સાથે જોવાથી એ પદાર્થનું સાતે પ્રકારે નિરૂપણ થઈ શકે. એ સાત પ્રકારનું નિરૂપણ એટલે સ્યાદવાદ અથવા સપ્તભંગી ન્યાય. આમ
૧૩૭
Page #180
--------------------------------------------------------------------------
________________
યથાર્થ વસ્તુ વિચાર માટે સ્યાદવાદ અનિવાર્ય છે. સ્યાદવાદના સિદ્ધાંત વિના વસ્તુનું સાચું અને પૂર્ણ સ્વરૂપ ન સમજાય. જૈન ધર્મે દુનિયાના તત્ત્વજ્ઞાનમાં આ ફિલસૂફી દ્વારા એક મહત્ત્વનો અને મોટામાં મોટો ફાળો આપ્યો છે તેમ અતિશયોક્તિ વિના કહી શકાય.
અહિંસક વિચારોની પ્રક્રિયા તે અનેકાન્તવાદ અને સ્યાદવાદ એ અહિંસક વિચારોની અભિવ્યક્તિ છે. અર્થાતુ અનેકાંતવાદનો સંબંધ વિચારોની સાથે છે, જ્યારે સ્યાદવાદ એ વિચારોને અનુરૂપ અહિંસક ભાષાની શોધ કરે છે. જેથી વિચારોની અભિવ્યક્તિ થઈ શકે.
જૈન ફિલસૂફી સમસ્ત માનવજાતિને સર્વકાલ માટે લાગુ પડે છે. તે એક વ્યક્તિની અગર રાષ્ટ્ર પુરતી મર્યાદિત નથી. એથી આગળ વધીને કહી શકાય કે તે સમસ્ત વિશ્વની જીવંત સૃષ્ટિને લાગુ પડે છે. જૈન ધર્મની કર્મની ફિલસૂફીમાં ચુસ્તપણે માનનાર વ્યક્તિ કૃષિકાર્ય અને પશુદોહનમાં પણ હિંસા જુએ છે અને એ પ્રવૃત્તિઓ અંગીકાર કરતા નથી. પછી તેમાં તેને ગમે તેટલો આર્થિક અને દુન્યવી લાભ દેખાતો હોય, તેને તે જૈન ધર્મ નિરૂપેલ પાપ કર્મની પ્રવૃત્તિ માને છે.
IS ૧૩૮ NNN
Page #181
--------------------------------------------------------------------------
________________
રાજગિરિ : રાજગૃહી તીર્થ
આજનું રાજગિરિ એ પ્રાચીનકાળની રાજગૃહી નગરી. રાજિગિર એ સંસ્કૃત શબ્દ રાજગૃહ અર્થાત્ રાજાશાહી આવાસનું સ્થળ તે ઉપરથી અપભ્રંશ બનેલો શબ્દ છે. એક સમયે તે શક્તિશાળી મગધ રાજ્યની રાજધાની હતી. ગાઢી લીલોતરીવાળી પાંચ પહાડીઓની વચમાં તે વસેલી હતી. ત્યારે તેને ફરતો ચાલીસ કિલોમીટરનો કિલ્લો હતો. પ્રાચીનકાળમાં તેનાં વસુમતિ, બૃહદ્ઘપુર, ગિરિવ્રજ, કુશાગ્રપુર વગેરે નામો હતાં. આજે તે બુદ્ધો, જૈનો, હિન્દુઓ અને મુસ્લિમોની યાત્રાનું પવિત્ર સ્થળ છે.
આ શહેર બ્રહ્માના ચોથા પુત્ર વસુ દ્વારા વસાવવામાં આવ્યું હતું એવી દંત કથા છે. રામાયણમાં પણ વસ્તુમતિનો ઉલ્લેખ આવે છે. બીજું નામ બૃહદ્રથપુર. તેનો ઉલ્લેખ મહાભારત અને પુરાણોમાં આવે છે. રાજા જરાસંધના પૂર્વજો અને એજ વંશના રાજા બૃહદ્રથના નામ ઉપરથી તે નામ પડ્યું હશે. ગિરિવ્રજ નામ તે ચારે બાજુ પહાડીઓથી ઘેરાયેલું હતું તેના ઉપરથી પડ્યું હશે અને કુશાગ્રનામ બૃહદ્રથના ઉત્તરાધિકારી રાજા કુશાગ્રના નામ ઉપરથી અગર આગળ પાછળના પ્રદેશમાં ખુશ્બદાર ઘાસ ઉગતું હતું તે કારણે પડ્યું હશે.
મહાભારતના પર્વમાં તેનાં જુદાં જુદાં નામ આવે છે. આમ રાજગર એ પંચપવર્તવાળું પાવન અને પ્રાચીનતમ સ્થળ છે. પ્રાગઐતિહાસિક પાષાણ યુગથી માંડીને ઐતિહાસિક કાળ પછી, સદીઓ સુધી તે મગધ દેશની રાજધાની હતી. જૈન અને બૌદ્ધ ધર્મનો વિકાસ અને પ્રચાર અહીંથી જ શરૂ થયો હતો. અહીં પ્રાચીનતાનો ઈતિહાસ જૈનોના વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામીના સમયથી શરૂ થાય છે. જૈન ધર્મીઓનો રાજગૃહ જોડેનો સંબંધ મહાવીર સ્વામી પહેલાના સમયથી રહ્યો છે. મુનિસુવ્રત સ્વામી રામાયણના કાળમાં થઈ ગયા. તેમનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન એ ચાર કલ્યાણક અહીં થયાં હતાં. તેમના પિતાનું નામ સુમિત્ર હતું. તેઓ હરિવંશી હતા. આજ વંશમાં અનેક રાજાઓ પછી બ્રહદ્રથ
૧૩૯
Page #182
--------------------------------------------------------------------------
________________
રાજા અને તેમનો પરાક્રમી પુત્ર જરાસંધ થયો. માતાનું નામ પદ્માવતી હતું. ગર્ભકાળમાં તેઓ મુનિઓની જેમ વ્રતધારી યાને સુવ્રતા રહ્યાં હતાં એટલે પુત્રનું નામ મુનિસુવ્રત પાડવામાં આવ્યું હતું.
મુનિ સુવ્રતની યૌવન અવસ્થા પ્રાપ્ત થતાં પિતાએ પ્રભાવતી વગેરે ઘણી કન્યાઓ સાથે મુનિ સુવ્રતનાં લગ્ન કર્યાં. મુનિ સુવ્રતને પ્રભાવતીથી સુવ્રત નામના પુત્રનો જન્મ થયો.
આ પછી રાજા સુમિત્રે દીક્ષા લઈ સાધુપણું અંગીકાર કર્યું અને રાજ્યનો કારભાર મુનિ સુવ્રતને સોંપ્યો. મુનિ સુવ્રતે ધણાં વર્ષો રાજ્ય કરી સંસારનાં સુખ ભોગવી એક દિવસ સંસારને અસાર સમજી ફાગણ સુદ ૧૨ના રોજ નિલગુહા ઉદ્યાનમાં દીક્ષા અંગીકાર કરી સાધુપણું ગ્રહણ કર્યું.
ઘણો સમય વિહાર કરી, ફરતાં ફરતાં એજ ઉદ્યાનમાં આવ્યા અને ચંપાવૃક્ષ નીચે કાયોત્સર્ગ ધ્યાનમાં હતા ત્યારે મહા વદ ૧૨ના રોજ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
અર્હદાસ નામના કવિએ ત્રીજી સદીમાં મુનિસુવ્રત સ્વામી ઉપર એક કાવ્ય લખ્યું છે.તેમાં તેમને રાજગૃહી નગરીનું, વર્ણન કરતાં લખ્યું છે કે મગધ દેશમાં આવેલી રાજગૃહી નગરી, તેમાં આવેલા વિશાળ બગીચાઓથી સુશોભિત હતી. તેના બહારના ઉપવનો, અનેક લતાઓને કારણે શોભાયમાન લાગતાં હતાં. અહીં પર્વતની ટોચ પરથી વહેતી જલધારાઓ સુંદર સ્ત્રીઓના સતત સ્નાન કરવાને લીધે સિંદૂર યુક્ત દેખાતી હતી. નગરની બહાર આવેલાં વિશાળ મેદાન અશ્વારોહીઓના ચાલવાથી, મદોન્મત્ત હાથીઓ અને યોદ્ધાઓની શસ્ત્રાસ્ત્ર તાલીમ અને સુભટોના મલ્લ યુદ્ધથી શોભાયમાન રહેતા હતા. આ નગરીની ચારે બાજુની દીવાલોના કળશ એટલા ઊંચા હતા કે દેવાંગનાઓ ભ્રમમાં પડી તેને સુવર્ણ કળશ સમજી લેવા આવતી. આ નગરીઓના ઊંચા ઊંચા ઝરૂખાઓ ૫૨ની રંગીન ધજાઓ અને તોરણો આકાશને અડતા હતા અને ઈન્દ્ર ધનુષ્યનું દ્રશ્ય ખડું કરતા હતા. ઈન્દ્ર કાન્તમણિથી બનેલા મકાનોનું
૧૪૦
Page #183
--------------------------------------------------------------------------
________________
તેજ ચંદ્રના પ્રકાશને લીધે ક્રીડાસક્ત અપ્સરાઓને દિવ્ય સરોવરની ભ્રાંતિ ઊભી કરતું હતું. અહીંયાંના સુંદર જીનાલયો કુદરતી જિનાલયોની શોભાને ઝાંખાં પાડતાં હતાં. આ નગરીનો શાસક સર્વગુણ સંપન્ન, ધન ધાન્યથી યુક્ત, વિદ્વાન, પ્રજાવત્સલ, અને ન્યાયી હતો. શુભચંદ્ર દેવે ઐણિક ચરિત્રમાં આ નગરનું વર્ણન કરતા લખ્યું છે કે "આ નગરમાં ન તો અજ્ઞાની મનુષ્ય છે, ન તો શીલ રહિત સ્ત્રીઓ. અહીંના પુરુષો કુબેર જેવો વૈભવ ધરાવતા અને સ્ત્રીઓ દેવાંગના જેવી દિવ્ય છે. વળી અહીંના મનુષ્યો જ્ઞાની અને વિવેકી હતા. પૂજા કરવા અને દાન આપવા સદાય તત્પર રહેતા. તેમની કલા, શિલ્પ વગેરે અતૂલનીય હતાં. જિન મંદિરો અને રાજમહેલોમાં સર્વત્ર જય જય કારના ઘોષ સંભળાતા રહેતા.”
એક સમયે તે રાજા જરાસંધની રાજધાની હતી. એવી દંતકથા છે કે જરાસંઘ બે માતાઓથી જન્મ્યો હતો એટલે તેના શરીરના બે ભાગ કરીને જ તેને મારી શકાય. જરાસંઘ તે જમાનામાં સૌથી શક્તિશાળી રાજા
તા. તેને અસ્તિ અને પ્રસ્તિ નામે બે પુત્રીઓ હતી. મથુરા સાથે સંધિ કરવા તેને તેની બે પુત્રીઓને ત્યારના મથુરાના રાજા કંસની સાથે પરણાવી હતી. કંસ પણ પરાક્રમી રાજા હતો પણ ધણો દુરાચારી હતો. તે શ્રીકૃષ્ણ ભગવાનનો મામો હતો. શ્રીકૃષ્ણ કંસને મારી નાખ્યો, બાદ જરાસંઘે શ્રીકૃષ્ણના જાતિ બંધુઓનો વિનાશ કરવા ઘણા હુમલા કર્યા હતા, પણ દરેક વખતે તેને હાર ખાવી પડી હતી. છેવટે એનો વિનાશ કરવા, શ્રીકૃષ્ણ, પાંડવબંધુઓ ભીમ અને અર્જુનને લઈ ગિબ્રિજ ગયા અને ભીમની જરાસંઘ સાથે કુસ્તી યોજી, શ્રીકૃષ્ણની સૂચના મુજબ ભીમે કસ્તી કરતી વખતે જરાસંઘની જાંઘ પકડીને તેને બે ભાગમાં ચીરી નાખ્યો હતો.
ગૌતમ બુદ્ધના સમયમાં રાજગૃહ મગધ દેશના રાજ બિંબિસારની રાજધાની હતી. બિંબિસાર ગૌતમ બુદ્ધના પ્રશંસક અને અનુયાયી હતા. તેમની વૃદ્ધાવસ્થામાં તેમના પુત્ર અને ઉત્તરાધિકારી અજાતશત્રુએ તેમને કેદમાં પૂર્યા હતા, જે કે પાછળથી અજાતશત્રુએ પણ બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો હતો. જે સ્થળે બિંબિસારને જેલમાં પૂર્યા હતા તેનાં અવશેષો આજે મળી આવ્યાં છે. અહીંથી ગૃધકુટ ટેકરી જ્યાં ગૌતમબુદ્ધ ધ્યાનમાં બેસતા તે જોઈ
SSSSSSS ૧૪૧
Page #184
--------------------------------------------------------------------------
________________
શકાય છે. રાજ બિંબિસાર જેલમાંથી હંમેશા ભગવાન બુદ્ધનાં દર્શન કરીને, જીવનની કૃતકૃત્યતા અનુભવતા અને આશ્વાસન મેળવતા. જૈન ગ્રંથો પ્રમાણે બિંબિસારનું નામ શ્રેણિક હતું. શરૂઆતમાં તેઓ બુદ્ધ ધર્મી હતા, પણ વૈશાલી ગણતંત્રના ગણાધીશ રાજા ચેટકની પુત્રી ચેલના સાથે લગ્ન કર્યા પછી, જૈન ધર્મના ઉપાસક બન્યા હતા. રાજા શ્રેણિક ધણા ઉદાર, અત્યંત ધર્મનિષ્ઠ અને દયાવાન હતા. જૈન શાસ્ત્રો પ્રમાણે, શ્રેણિક રાજનો જીવ, આવતી ચોવીસીમાં શ્રી પદ્મનાભ નામના પહેલાં તીર્થકર બનશે.
શ્રેણિક રાજાને ત્રણ પુત્રો હતા. અભયકુમાર, વારિષણ અને અજાતશત્રુ. અભયકુમારે અને વારિષેણે દીક્ષા ગ્રહણ કરી સાધુપણું અંગીકાર કર્યું હતું, એટલે શ્રેણિક રાજાની ગાદીએ અજાતશત્રુ આવ્યા. કોઈ ધર્મનેતાની દોરવણીથી અજાતશત્રુએ પિતાને કારાવાસમાં પૂર્યા. એક દિવસ ભૂલ સમજાતાં તેઓ અત્યંત દુઃખી થયા અને પિતાને કારાવાસમાંથી છોડી દેવા દોડતા કારાવાસમાં આવ્યા. શ્રેણિક રાજાને લાગ્યું કે પુત્ર તેમને મારવા આવે છે એટલે જાતે જ પોતાનું શિર પત્થરો સાથે પછાડીને મૃત્યુને શરણ થયા. અજાતશત્રુને આથી ધણો પશ્ચાતાપ થયો અને દુઃખ સહન ન થવાથી તે રાજગૃહ છોડીને ચંપા નામે બીજી નગરી વસાવી ત્યાં રહેવા ગયા.
એમ કહેવાય છે કે અજાતશત્રુના પુત્ર અને ઉત્તરાધિકારી રાજા ઉદયને અજાતશત્રુને પણ તડપાવી તડપાવીને મારી નાખ્યા હતા, અને પોતાની રાજધાની રાજગૃહથી ખસેડીને પાટલીપુત્ર અર્થાત્ આજના પટણામાં સ્થાપી હતી, ત્યારથી રાજગૃહની રાજકીય મહત્તા ઓછી થઈ ગઈ અને તેની પડતી થઈ.
રાજગૃહીની મહત્તા અને પવિત્રતા તો તેની સાથે ગૌતમબુદ્ધ અને મહાવીર સ્વામીની સ્મૃતિઓ જોડાયેલી છે તેને લીધે અકબંધ રહી છે, અને વધી છે. મહાવીર સ્વામીએ અહીં અને નાલંદામાં જિંદગીનાં ચૌદ વર્ષ અભ્યાસ અને ધ્યાનમાં વિતાવીને ઉપદેશ આપ્યો હતો. તેમના અનુયાયી બનવાની અને શિષ્યો થવાની શરૂઆત, અહીંથી જ થઈ હતી. ગૌતમ
SSSSS ૧૪૨ SSSSSSSSSSSSSSS
Page #185
--------------------------------------------------------------------------
________________
બુદ્ધે પણ અહીંની એક ગૃધા અને ગૃધકુટ (ગીધોની ચોટી) તરીકે જાણીતી થયેલ ટેકરી ઉપર બેસીને વર્ષો સુધી ધ્યાન ધરીને ઉપદેશ આપ્યો હતો. તેમના અતિજાણીતા ઉપદેશો તેમને અહીંથી આપ્યા હતા અને મગધના રાજા બિંબિસારને અને બીજા હજારોને તેમના અનુયાયી થવા પ્રેરણા આપી હતી. આમ રાજગૃહી ભગવાન બુદ્ધનું પ્રધાન કેન્દ્ર હતું. એમના જીવનની અનેક ઘટનાઓ આ સ્થળ સાથે વણાઈ ગઈ છે. એમણે નગરના અલગ અલગ સ્થળોએ નિવાસ કર્યો હતો. તેઓ રાજગૃહીના અને તેના આગળ પાછળના પ્રાકૃતિક સૌન્દર્યથી પ્રભાવિત થયા હતા. તેનું સુંદર વર્ણન કર્યું છે જે આજે પાલી ભાષાના બુદ્ધધર્મના પુસ્તકોમાં મળી આવે છે. તેમને કહ્યું હતું કે "રાજગૃહ રમણીય છે. ગૃકુટ મનોહર છે. ગૌતમ-ન્યગ્રોધ રમ્ય છે.
ચૈ૨-પ્રતાપ રમ્ય છે. વૈભારગિરિની સપ્તપર્ણી ગુફા રમ્ય છે.
ઋષિગિરિની કાલશિલા રમ્ય છે. શીતવનમાં આવેલ સર્પ શૌડિક - પ્રારભાર રમ્ય છે, તપોધામ રમણીય છે. વેણુવનનું કલન્દક સરોવર રમ્ય છે. જીવકનું આમ્રવન પણ રમ્ય અને સુંદર છે. હરણાનું મૃગવન વિહારસ્થાન મનમોહક છે.”
બુદ્ધના નિર્વાણ પછી અજાતશત્રુએ તેમના અવશેષો લાવીને, તેને વિધિપૂર્વક પ્રસ્થાપિત કરી અહીં એક સ્તૂપ બંધાવ્યો. ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી થોડા સમય બાદ, બૌદ્ધ સાધુઓએ ભગવાન બુદ્ધના ઉપદેશો અને પ્રવચનોને સંગ્રહિત કરવા માટે એક સભા બોલાવવાનો નિર્ણય કર્યો ત્યારે અજાતશત્રુએ સપ્તપર્ણી ગુફામાં એક વિશાળ મંડપનું નિર્માણ કરાવીને સભા ભરવા માટે વ્યવસ્થા કરી આપીને એમનું સ્વાગત કર્યું હતું.
ચીની મુસાફર ફા-હયાન પાંચમી સદીમાં હિંદમાં આવ્યો હતો ત્યારે આ સ્થળ નિર્જન હતું. તેના લખવા મુજબ ટેકરીઓના બહારના ભાગમાં વેણુવનમાં આવેલ વિહારોમાં થોડાક સાધુઓ રહેતા હતા.
ત્યારબાદ સાતમી સદીના મધ્યભાગમાં ચીની મુસાફર
૧૪૩
Page #186
--------------------------------------------------------------------------
________________
હયુ-એન-સંગ ભારત આવ્યો હતો. તેને આ સ્થળ વિશે ખાસ ઉલ્લેખ કર્યો નથી. તેને તો પુરાણા વિહારો અને સ્તૂપોના ખંડિયરો અને તેના પાયાના ભાગ માત્ર જોયા હતા.
આજે રાજિગિરની મહત્તા જૈન ધર્મીઓના મંદિરો અને ગૃકુટ ટેકરીની નજીક રગિરિ પર્વત પર જાપાનના બોદ્ધ-ધર્મીઓએ બાંધેલી, વિશ્વશાંતિ સ્તૂપને કારણે વધી ગઈ છે અને તે જૈનો અને બૌદ્ધોનું યાત્રાનું ધામ બની ગયું છે.
રત્નગિરિ ટેકરી ઉપર બાંધેલ સ્તૂપની ઊંચાઈ ૧૨૦ ફૂટની છે. તેના શીર્ષભાગ ઉપર ૧૦ ફૂટ ઊંચો કમળનો કળશ છે. સ્તૂપને એક મનોમુગ્ધ કરનારી મંજુષામાં સાત રત્નો સહિત, ભગવાન બુદ્ધનાં અવશેષો મૂકીને સ્થાપિત કરવામાં આવ્યો છે. સ્તૂપની ચારે બાજુએ સમાંતરે સોનાના ઢાળથી મઢેલી, બુદ્ધની અત્યંત ભવ્ય અને આકર્ષક પ્રતિમાઓ છે. સ્તૂપનું ક્ષેત્રફળ ૧૦૩ ફૂટ છે. બાજુમાં એક અતિસુંદર બૌદ્ધ મંદિર બાંધવામાં આવ્યું છે.
આ ટેકરી ઉપર જવા માટે જાપાનના બૌદ્ધોએ એક એરિયલ રોપ-વે યાને રજ્જૂ માર્ગ બનાવ્યો છે. સામાન્ય એરિયલ રોપ-વે કરતાં આ કંઈક જુદો અને વિશિષ્ટ પ્રકારનો છે.તેની લંબાઈ લગભગ બાવીસો ફૂટની છે. તેમાં લોખંડનાં દોરડાં સાથે થોડા થોડા અંતરે એકસોને ચૌદ ખુરશીઓ લગાડવામાં આવી છે. આ રજ્જુ માર્ગને ઝૂલા દ્વારા ઉપર ચડવામાં લગભગ સાત મિનિટ થાય છે. આ રજ્જુ માર્ગ સળંગ છે અને ઉપરથી નીચે ગોળાકારમાં ફરે છે. ખુરશીઓ ખુલ્લી છે, અર્થાત્ આગળના ભાગમાં પટ્ટો બાંધવાનો નથી. ખુરશીમાં એક મોટો લોખંડનો સળિયો હોય છે તે પકડી બેસવાનું હોય છે. વળી બેસવાની અને ઊતરવાની ક્રિયા પણ રોપ-વે ચાલુ હોય ત્યારે કરવી પડે છે. રોપવેમાં કોઇ અકસ્માત બન્યો નથી છતાં બેસીને ઉપર જઇએ અગર નીચે આવીએ ત્યારે તેમાં થોડી ભીતિ જેવું લાગે છે, કારણ કે કોઇ કા૨ણે માનવી ખુરશીમાંથી પડે તો ભાગ્યે જ બચી શકે. નીચે ખરબચડા પત્થરની ટેકરીઓ છે. ત્યાં જવા આવવાનો કોઈ રસ્તો નથી એટલે માનવી પડે તો તેને કાઢવાનું લગભગ અશક્ય જ
૧૪૪
Page #187
--------------------------------------------------------------------------
________________
કહી શકાય. હેલીકોપ્ટર દ્વારા પણ ભાગ્યે જ શક્ય બની શકે. આમ છતાં આ રોપવેની “રાઈડ' યાને ટૂંકી મુસાફરી ઉત્તેજના પ્રેરક છે. તે જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ ખીણનું બદલાતું જતું દ્રશ્ય, ઘણું આહલાદ્ધ અને આનંદ પ્રેરક લાગે છે. ઉપર ગયા પછી તો ચારે બાજુની ટેકરીઓનું દ્રશ્ય ઉન્માદ પ્રેરક બની રહે છે. પર્યટકો માટે તો આજે રાજગિરિમાં આ રજ્જમાર્ગ અને તેની “રાઈડ'ની ટૂંકી મુસાફરી એક આકર્ષણ બની ગયું
જૈન સાહિત્ય પ્રમાણે જૈનોનો રાજગૃહ સાથેનો સંબંધ ભગવાન મહાવીરના સમય પહેલાંનો છે. તીર્થકર વાસુપૂજ્ય સિવાય બાકીના બાવીસે તીર્થકરોના સમવસરણ યાને વ્યાખ્યાન સભા મંડપો અહીં લાવવામાં આવ્યા હતા એમ જૈન શાસ્ત્રો કહે છે
અહીં જ વિપુલાચલ પર્વત પર ભગવાન મહાવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ છાસઠમા દિવસે શ્રાવણ વદ પ્રતિપદાને દિવસે પહેલો ઉપદેશ આપ્યો હતો. દિગબંર પંથની માન્યતા મુજબ ઈન્દ્રભૂતિ ગૌતમ જે પાછળથી મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી તરીકે ઓળખાયા તેમને આ પ્રથમ દિવસના સમવસરણમાં પ્રવેશ કરીને ભગવાન મહાવીરનાં દર્શન કર્યા અને એમની વીતરાગતાથી પ્રભાવિત થઈ સંસારની માયા છોડીને અપરિગ્રહી બની દિગમ્બર મુનિ થયા, અને મનપર્યવજ્ઞાન પામ્યા. જૈન ગ્રંથો પ્રમાણે, આ સ્થળેથી અનેક ઋષિ મુનિઓએ નિર્વાણપદ પ્રાપ્ત કર્યું છે. અન્તિમ કેવલી શ્રી સુધર્માસ્વામી અને જબુસ્વામી પણ અહીં વિપુલાચલની ટેકરી ઉપર જ નિર્વાણ પામ્યા હતા. આમ જૈન ધર્મીઓ માટે રાજગૃહ સિદ્ધભૂમિ છે. આજે રાજગિરિની આધુનિક ધાર્મિક મહત્તા, મુખ્યત્વે જૈન ધર્મીઓના કારણે છે. અહીંના બધા પહાડો ઉપર જૈન મંદિરો છે. અત્યારના નવા મંદિરો પ્રાચીન મંદિરોના અવશેષો પર બનાવેલ છે. જૈન ધર્મીઓ ઊંચી જગાઓના પ્રેમીઓ હોવાને કારણે તેમનાં મુખ્ય યાત્રાનાં સ્થળ સમેતશિખર, શત્રુજ્ય, જુનાગઢ, આબુ, તારંગા વગેરે ટેકરીઓ ઉપર છે તેમ અહીં પણ લગભગ બધાંજ મંદિરો ટેકરીઓ ઉપર જ બાંધેલાં છે. વિપુલાચલ પર્વત
S
૧૪૫
NNNN
Page #188
--------------------------------------------------------------------------
________________
પર ચાર દિગમ્બર અને એક શ્વેતાંબર મંદિર છે. રત્નગિરિ પર્વત પર એક શ્વેતાંબર ચૌમુખી મંદિર છે જેમાં શ્રી શાંતિનાથજી, શ્રી પાર્શ્વનાથજી, શ્રી વાસુપૂજ્યજી તથા શ્રી નેમિનાથજીનાં પગલાંઓ છે. આ ઉપરાંત એક પ્રાચીન તથા બે નવા દિગમ્બર મંદિરો છે. ઉદયગિરિ પર્વત પર એક શ્વેતાંબર મંદિર અને ત્રણ દિગમ્બર મંદિરો છે. સ્વર્ણગિરિ પર્વત પર એક શ્વેતાંબર અને બે દિગમ્બર મંદિર છે. અને વૈભારગિરિ પર્વત પર પાંચ શ્વેતાંબર મંદિરો અને એક દિગમ્બર મંદિર છે.
ભગવાન બુદ્ધના સમયમાં અહીં સુગંધિત વાંસનું એક વન હતું જેને વેણુવન કહેવામાં આવે છે. રાજ બિબિસારે આ વન ભગવાન બુદ્ધને સમર્પિત કર્યું હતું. ભગવાન બુદ્ધે તેમના પરમ શિષ્ય સારિપુત્ર અને મહામોગ્દલાયનને અહીંજ દીક્ષા આપી હતી. બિહાર સરકારના વનવિભાગ દ્વારા આ સ્થળો સંરક્ષિત છે. પર્યટકો માટે આ એક સુરમ્ય સ્થળ છે. વેણુવનની વચમાં એક તળાવ હતું. ભગવાન બુદ્ધ આ જ તળાવમાં સ્નાન કરતા હતા. સારિપુત્ર અને મહામોગ્દલાયનનાં અસ્થિ અવશેષો સૌથી પહેલાં અહીંજ એકત્ર કરવામાં આવેલાં એવો ઉલ્લેખ છે.
પુરાવક્વવેત્તાઓએ ઘણાં સ્મારકો શોધી કાઢ્યાં છે. તેમાં પ્રાચીન રાજગૃહીના પહાડોની ચોટીઓ ઉપર બાંધેલ, એકતાલીસથી ઓગણપચાસ કિલોમીટરની લંબાઈની પત્થરની બનાવેલ, સાઈક લોપિઅન દિવાલ છે. તેમાં વાપરેલા પત્થરો ત્રણથી પાંચ ફૂટ લાંબા હતા, અને તેને સારી રીતે કાપીને જોડવામાં આવ્યા હતા. તેના બહારના ભાગમાં ગુમ્બજો બનાવવામાં આવ્યા હતા. આજે તેનાં ખંડિયરો કોઈ કોઈ સ્થળે મળી આવે છે. આ ઉપરાંત નવીન રાજગીર ઉપર અજાતશત્રુએ એક કોટ બાંધ્યો હતો. આ કિલ્લાની દીવાલ, પંદરથી અઢાર ફૂટ જેટલી ઊંચી છે, કોઈક જગાએ અગિયાર ફૂટ જેટલી ઊંચી છે. આ કિલ્લાની દીવાલ હજી સારી હાલતમાં છે.
જૈન ઈતિહાસમાં રાણી ચેલના અને શાલિભદ્રનો જે નિર્વાણ કૂપ કહેવાતો, તે આજે મનિયાર મઠ તરીકે ઓળખાય છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે રાજગૃહ મનિનાગનું પવિત્ર ધામ હતું. અહીં ખોદકામ કરતાં
.........IN 985 M
Page #189
--------------------------------------------------------------------------
________________
મોટી સંખ્યામાં નાગ-નાગિણીઓની મૂર્તિઓ મળી આવી હતી. એટલે એવું અનુમાન કરવામાં આવે છે કે મનિયાર મઠ આજ સ્થળનું પ્રતીક છે. મનિયાર મઠથી ઉત્તર પશ્ચિમ જતી સડક વૈભાર પહાડ તરફ જાય છે. અહીં વૈભાર પહાડના દક્ષિણ ભાગમાં પત્થરને કાપીને બે ગુફાઓ બનાવામાં આવી છે. જે સોના ભંડાર ગુફાઓ તરીકે ઓળખાય છે. કિંવદંતી છે કે અહીં બિંબિસાર રાજાનો ખજાનો રાખવામાં આવતો હતો. ગુફાઓની અંદરની દીવાલોમાં અને આગળની દીવાલમાં કંઈક શબ્દો કોતરાયેલા છે પણ તે પૂરેપૂરા ઉકેલી શકાયા નથી. માત્ર આગળની દીવાલના ભાગના બે લીટીના શબ્દો વાંચી શકાયા છે. તે ત્રીજી કે ચોથી સદીમાં કોતરાયા હશે. તેના ઉપરથી આ ગુફાઓની તારીખ અને તેને બનાવવા માટેના હેતુનો ખ્યાલ આવે છે. તેમાં એમ કોતરવામાં આવ્યું છે કે મુનિશ્રેષ્ઠ મુનિ વૈરદેવે મોક્ષ મેળવવા માટે સાધુઓને યોગ્ય બે સારા શુકનવાળી ગુફાઓ બંધાવી હતી, જેમાં અરિહતોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. દક્ષિણની દીવાલ ઉપર અંદરના ભાગમાં જૈન તીર્થકરોની છે નાની પ્રતિમાઓ કોતરેલી છે. જે પદ્મપ્રભુ, પાર્શ્વનાથ અને મહાવીર સ્વામીની છે. શિલાલેખો પરથી એ સ્પષ્ટ થાય છે કે જૈન સાધુઓ દ્વારા આ ગુફાઓ ત્રીજી કે ચોથી સદીમાં બનાવી હશે. તેમાં જૈન તીર્થકરોની દિવાલ ઉપર કોતરેલી પ્રતિમાઓ પરથી તે જૈનધર્મીઓએ બનાવી હશે તે સ્પષ્ટ થાય છે. બીજી ગુફામાં પ્રતિમાની બેસણી આગળ બે બળદ, હાથી ઘોડા, અને વાંદરાઓની પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓ પ્રથમ ચાર તીર્થકરો ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અને અભિનંદનના લાંછન યાને ઓળખ ચિહ્નવાળી પ્રતિમાઓ છે. આ પ્રતિમાઓ ઉપરોક્ત ચાર તીર્થકરોની હશે, તેમ સ્પષ્ટ થાય છે.
અહીંથી દોઢેક કિલોમીટરના અંતરે અખાડો અથવા જરાસંઘની રણભૂમિ તરીકે ઓળખાતું એક સ્થળ છે. તે સ્થળે ભીમ અને જરાસંઘની વચ્ચે દિવસો સુધી યુદ્ધ ચાલ્યું હતું અને આખરે ભીમે શ્રીકૃષ્ણની સૂચના મુજબ જરાસંઘને જાંઘથી પકડી તેના શરીરના બે ભાગ કરીને તેને મરણ શરણ કર્યો હતો,
GSSSSS ૧૪૭ NNNNSS
Page #190
--------------------------------------------------------------------------
________________
મનિયાર મઠથી એક કિલોમીટરના અંતરે લગભગ આઠ મીટરની સમચોરસ પત્થરની ફરતી દિવાલવાળો પાયાનો ભાગ મળી આવ્યો છે. આ ભાગને બિંબિસારની જેલ માનવામાં આવે છે. અહીં જ અજાતશત્રુએ તેના પિતા બિંબિસારને જેલમાં પૂર્યા હતા અને અહીંથી તેઓ ભગવાન બુદ્ધને વૃધફૂટ ટેકરી ઉપર જોઈ શકતા હતા. આ જગ્યાએથી કંઈક પત્થરની કોઠીઓ અને એક લોઢાની કડાઈ મળી આવી હતી. તેની એક બાજુ કુંડી હતી.
બિંબિસાર રાજાના વખતમાં જીવક નામે એક સૌથી પ્રખ્યાત વૈદ્ય હતા. તેઓ બિંબિસાર અને અજાતશત્રુના રાજ વૈદ્ય હતા. તેમનું એક આમ્રવન હતું. તેમણે આ વન ભગવાન બુદ્ધને સમર્પિત કરી, ત્યાં ભિક્ષુઓને રહેવા માટે વિહાર બાંધ્યો હતો. એમ કહેવાય છે કે એકવાર બુદ્ધના પિતરાઈ ભાઈ દેવદત્ત જે તેમનો વિરોધી હતો, તેણે એક મોટો પત્થર મારીને બુદ્ધને ઘાયલ કર્યા હતા. બુદ્ધને જીવન વિહાર લઈ જતાં પહેલાં અહીં લાવવામાં આવ્યા હતા અને જીવકે તેમની સારવાર કરી હતી. અહીં ત્યારે હરણનું અભયારણ્ય હતું.
ત્યારે તેનું મર્દકુચ્ચબ અર્થાત્ સંસ્કૃતમાં મદકણી (કોખની માલિશ) નામ હતું. આના પરથી એક કિંદનંતી છે કે બિંબસારની રાણીને ખ્યાલ હતો કે તેના પેટે પિતૃધાતક પુત્ર અવતરશે. એટલે તેમને બળપૂર્વક માલિશ કરાવી તે ગર્ભનો વિનાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આગળ જે ગૃધકૂટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અહીંના પર્વતમાં સૌથી ઊંચી ચોટી ઉપર છે. ભગવાન બુદ્ધનું આ પ્રિય સ્થાન હતું, અને અહીંયાથી તેમને ઘણા મહત્ત્વના અને ઉત્તમકોટિના ઉપદેશો આપ્યા હતા. ટોચની નજદીક નાની નાની ગુફાઓ હતી જેમાં ભિક્ષુકો રહેતા હતા. ભગવાન બુદ્ધના પટ્ટ શિષ્ય આનંદની ગુફા, ટોચની બાજુમાં જ છે. અહીં બે કુદરતી ગુફાઓ પણ છે. જેનો યુ-એન-સંગે ઉલ્લેખ કર્યો છે. એમાંની એક ગુફામાં માટીની તકતીઓ સહિત સાત ભૂતપૂર્વ બુદ્ધ અને એક આગામી બુદ્ધ મૈત્રેયની મૂર્તિઓ બે હરોળમાં છે. પ્રત્યેક મૂર્તિની નીચે બહુ બારીક શબ્દોમાં બુદ્ધધર્મનાં સૂત્રો અંક્તિ કરવામાં આવ્યાં છે. આ
SSSSSSS ૧૪૮ FSSSSS
Page #191
--------------------------------------------------------------------------
________________
આખા પ્રદેશમાં બુદ્ધના સ્મારકો વેરાયેલાં છે. બૌદ્ધ ધર્મીઓ આ જગ્યાને ધણી પવિત્ર ગણે છે.
અહીં ગૃધફૂટથી લગભગ બે કિલોમીટરના અંતરે પત્થરની વાડથી એક જગાને સુરક્ષિત બનાવી છે. આ સ્થાન પર, અંકિત કરેલા અક્ષરોમાં ઘણા આલેખો છે. જે હજી સુધી ઉકેલી શકાયા નથી. એમાં કંઈ સ્થળોએ પુરાણા જમાનાની ગાડીઓ યાને રથના ચક્રનાં પત્થરની જમીનમાં પડેલાં ચાકના ચિહ્નો છે અને આ ચિહ્નો કઠણ પત્થરની જમીનમાં સારી રીતે ઊંડા ગયેલાં છે. રથ અગર બેલગાડી ચલાવવાથી જે રીતે વાહનની બે બાજુ પૈડાનાં ખાડા પડે છે તેવા જ ચિહ્નો છે. કિવંદતી એવી છે કે શ્રી કૃષ્ણ ભીમ અને અર્જુન સાથે અહીં આવ્યા ત્યારે તેમના રથના પૈડાથી થયેલા આ ચિહ્નો છે.
અહીં રાજગિરિમાં એક અતિશય આકર્ષક કેન્દ્ર, ગરમ પાણીના કુંડોનું છે. પાલી સાહિત્યમાં ગરમ પાણીના બાવન કંડોનો ઉલ્લેખ છે. આ બાવન કુંડોમાં સપ્તધારા કુંડ, બ્રહ્મકુંડ અને સૂર્યકુંડ ધણા પ્રસિદ્ધ છે. સૂર્યકુંડની પૂર્વ દીવાલ તરફ સૂર્યની મૂર્તિ છે, અને દક્ષિણ દિશાએ વિષ્ણુની મૂર્તિ છે. બ્રહ્મકુંડ અને સપ્તધારા કુંડ વૈભારગિરિની તળેટીમાં છે. મખમ કુંડનું જૂનું નામ શૃંગી ઋષિ કુંડ છે.
પ્રાચીન કાળથી આ કંડોનાં પાણીને પવિત્ર ગણવામાં આવે છે અને એ પ્રકૃતિની દેન છે એમ માનવામાં આવે છે. આ પાણી ઔષધયુક્ત અને રોગનાશક છે. પાણીના વૈજ્ઞાનિક પ્રયોગો કરવામાં આવ્યા છે અને પ્રયોગના આધારે એમ માનવામાં આવે છે કે તે રેડિયમ મિશ્રિત છે. ધણા રોગોથી પીડિત દર્દીઓને આ કુંડમાં સ્નાન કરવાથી ઘણો ફાયદો થયો છે. આ કારણે શરદીની મોસમમાં આ એક આરોગ્યધામ બની જાય છે, અને ઘણા લોકો તેનો લાભ લે છે.
આ સિવાય અહીંયાં ધણા મંદિરો અને મઠો છે, અહીંયા એક રક્તવર્ણ રંગનો પત્થર છે. લોકોકિત પ્રમાણે તેને લોહીના દાગવાળો માનવામાં આવે છે. એમ કહેવાય છે કે એક સાધુ સમાધિમાં બેઠા હતા ESSSSSSSSSSSSS ૧૪૯ NNNN
Page #192
--------------------------------------------------------------------------
________________
ત્યારે તેમને જાતે જ ઈજા થવાથી આ લોહી નીકળ્યું હતું. વિપુલ ટેકરીની ઉત્તર દિશાએ આજે પણ આ પત્થર મખદુમ કુંડની ઉપર જોવામાં આવે છે. ઉપરના સંકુલમાં એક ગુફા છે. જ્યાં એક મુસ્લિમ સંત શ્રી મુખદુમશાહ સરફુદીન લગભગ ઈ.સ. ૧૨૩૪થી વિપુલ પર્વતની તળેટીના ભાગમાં શૃંગકુંડ જે આજે મુખદુમ કુંડ તરીકે ઓળખાય છે તેની નજદીકમાં વારંવાર ધ્યાનમાં બેસવા આવતા હતા. તેઓ અહીં લગભગ બાર વર્ષ રહ્યા હતા. તેમનું અવસાન બિહાર શરીફમાં થયું હતું જ્યાં તેમની કબર છે. તેમને બાર વર્ષ સુધી અહીં તપસ્યા કરી હતી તેથી મુસ્લિમોનું પણ એ તીર્થધામ બની ગયું છે.
આમ, રાજગિરિનો ઈતિહાસ ઘણો ભવ્ય વિવિધ અને પુરાણો છે. ખાસ કરીને, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના જીવનના ભવ્ય પ્રસંગો સાથે વણાયેલો છે. આજે તો રાજગિરિ એક નાનું ગામ છે પણ તેનો ભૂતકાળનો ઈતિહાસ ભવ્ય અને ગૌરવગાથાથી ભરેલો છે.
હમણાં થોડા વર્ષો પહેલાં જૈન ધર્મના સ્થાનકવાસી સંપ્રદાયના મુનિ કવિ અમર મુનિજીએ અહીં વૈભારગિરિની તળેટીમાં વીરાયતન નામે એક સંસ્થા ઊભી કરી છે. સાધ્વી શ્રી ચંદનાજી તેના મુખ્ય કાર્યવાહિકા છે. આ સંસ્થામાં માનવ સેવાની ભાવનાને કેન્દ્ર સ્થાને રાખી આરોગ્ય કેન્દ્ર, કલાકેન્દ્ર, ઉદ્યોગકેન્દ્ર, શિક્ષણ કેન્દ્ર, ગૌસદન, પુસ્તકાલય વગેરે સંસ્થાઓ ચલાવે છે. તેમના સંકુલના એક મકાનમાં એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. એમાં મહાપુરૂષોના અને ખાસ કરીને જૈનધર્મના તીર્થકરો અને ગણધરો વગેરેના પ્રેરણાત્મક પ્રસંગો લઈને જુદી જુદી વ્યક્તિઓએ બનાવેલ લાક્ષણિક દ્રશ્યો રજૂ કરવામાં આવ્યાં છે. સંકુલ ધણું ચોખ્ખું અને આકર્ષક છે. તેમાં સ્થાનકવાસી જૈનોને રહેવાની અને ખાવાપીવાની સગવડ પણ છે.
જૈન ધર્મીઓની દ્રષ્ટિએ આ ભૂમિ સિદ્ધક્ષેત્ર છે. જૈનોના વીસમાં તીર્થકર શ્રી મુનિ સુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણકો આ ભૂમિમાં થયાં હતાં. મગધપતિ શ્રેણિક રાજા જે આવતી ચોવીસીમાં જૈનોના પ્રથમ તીર્થકર થવાના છે તે અહીં રાજા હતા. મહાવીર સ્વામીના અગિયાર ગણધર પણ
S ૧૫૦ IST
Page #193
--------------------------------------------------------------------------
________________
અહીં વૈભારગિરિમાં મોક્ષે સિધાવ્યા હતા. આ ભૂમિમાં ભગવાન મહાવીરના ચૌદ ચાતુર્માસ થયાં હતાં અને તેમને દેશના આપી હતી. શ્રી શાલિભદ્ર, શ્રી અભયકુમાર મંત્રી, શ્રી કયવન્ના શેઠ, શ્રી જંબુસ્વામી, પુણિયા શ્રાવક, નંદિષેણ, અંગુલિમાલ, શ્રી સ્વયંભૂસૂરિ વગેરે મહાન પુણ્યાત્માઓની પણ આ જન્મભૂમિ છે. આમ, આ સ્થળ, જૈનો માટે અતિપવિત્ર અને તીર્થયાત્રાનું ધામ ગણાય છે.
રાજગિરિ રેલ્વે સ્ટેશન, તળેટીની ઘર્મશાળાઓથી બે કિલોમીટરના અંતરે આવેલું છે. બસ સ્ટેન્ડ તો ધર્મશાળાઓથી માત્ર બસો મીટરના અંતરે આવેલું છે. ગામમાં ટેક્ષી, રિક્ષા વગેરે સાધનો મળે છે.
યાત્રાળુઓને રહેવા માટે તળેટીમાં શ્વેતાંબર અને દિગંબર પંથીઓની ઘર્મશાળાઓ છે તેમાં ભોજન વગેરેની સગવડ છે. પ્રવાસ નિગમનું ગેસ્ટ હાઉસ પણ છે.
IS ૧૫૧ SSSSSSSSSSSSSS
Page #194
--------------------------------------------------------------------------
________________
શ્રી વૈશાલી તીર્થ
વૈશાલીનો ઈતિહાસ ભવ્ય, વૈવિધ્યપૂર્ણ, વિપુલ અને ગૌરવશાળી છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, વૈશાલીમાં મનુ ભગવાનના વારસદાર રાજા સુમતિ રાજ્ય કરતા હતા. ત્યારે શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણ તેમના ગુરૂ મહર્ષિ વિશ્વામિત્રના આદેશથી જનકપુર જતાં, વૈશાલી થઈને ગયા હતા. રામાયણમાં કરેલા ઉલ્લેખ મુજબ, વૈશાલીના સોનાના ગુંબજ અને ઊંચા મિનારાઓથી, શ્રી રામચંદ્ર અને લક્ષ્મણ આકર્ષિત થયા હતા. મહર્ષિ વિશ્વામિત્રે વૈશાલીના વખાણ કરતાં કહ્યું હતું કે ભૂતકાળમાં વૈશાલી મોટી વસતીવાળું સમૃદ્ધ શહેર હતું. દેવો અને રાક્ષસોએ સમુદ્ર મંથન કરતાં પહેલાં અહીં પરસ્પર વિચાર વિનિમય કર્યો હતો. પૌરાણિક કથાઓમાં એમ પણ કહેવાયું છે કે ઈન્દ્ર પૃથ્વી ઉપર વૈશાલીને પોતાના રહેવાના સ્થાન તરીકે પસંદ કર્યું હતું.
કહેવાય છે કે વૈશાલીની સ્થાપના ઈક્વાકુ અને અલંબુષાના પુત્ર વિશાલ રાજાએ કરી હતી. તેમને કેટલાંયે ગામો જીતીને રાજ્યને વિશાળ બનાવ્યું હતું એટલે એનું નામ વૈશાલી પડ્યું.
લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં, દુનિયામાં જ્યારે પ્રજાસત્તાક કે ગણરાજ્યનો ખ્યાલ પ્રચલિત ન હતો ત્યારે અહીં વૈશાલીમાં વિકસિત ગણતંત્ર હતું. કહેવાય છે કે ત્યારે કુલ વસતિ તો ૧,૬૮,૦૦૦ એક લાખ અડસઠ હજારની) હતી પણ તેમાંથી ૭૭૦૭ કુટુંબના પુરુષોને રાજ્ય સંચાલનમાં અને રાજ્ય વહીવટ અંગેના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર હતો. તેમની સભા મળતી અને રાજ્યના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી. આ ૭૭૦૭ સભ્યો સભામાં મત આપવાનો અધિકાર ધરાવતા અને રાજ્ય વહીવટ અંગેના નિર્ણયો લેતા. તેમનામાંથી રાજ્ય વહીવટ ચલાવવા માટે ચાર વહીવટદારો ચૂંટાતા જે રાજા, ઉપરાજા, સેનાપતિ અને ભાંડાગારિક ભંડારી અર્થાત્ નાણાંપ્રધાન કહેવાતા. તેમને આધુનિક પ્રધાન મંડળ સાથે સરખાવી શકાય. તેમની વચ્ચે સમાનતાની ભાવના
SSSSS ૧૫ર
AS
Page #195
--------------------------------------------------------------------------
________________
એટલી તીવ્ર હતી કે દરેક પોતાને રાજા કહેવડાવતો. તેમની અંદરો અંદર મોટા,નાના, વયોવૃદ્ધ એવા ભેદ નહતા. કોઈ બીજાને અનુસરવા માગતું ન હતું. સભામાં દરેક સભ્યને સંબોધવાનો અને મત આપવાનો સમાન અધિકાર હતો. તેમની રાજ્ય વ્યવસ્થામાં નાગરિકની સ્વતંત્રતાનું બહુ કાળજીપૂર્વક જતન કરવામાં આવતું. ન્યાય અંગે પણ ઝીણવટપૂર્વક વ્યવસ્થા કરવામાં આવતી હતી. આ સભા સાર્વભૌમ સભા ગણાતી. રાજ્ય વહન કરવા માટે રાજ્યના જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા હતા અને તે અંગે નીતિ નિયમો હતા. આ ૭૭૦૭ પ્રતિનિધિઓ વજી અને લિચ્છવી વંશના હતા. લિચ્છવી વંશના વારસદારો ક્ષત્રિયો હતા. તેઓ સુંદર, સ્વાભિમાની, ઉદાર, વિનયી અને શોખીન હતા. તેમનામાં પોતાનો અપરાધ કબૂલ કરવાનું નૈતિક બળ હતું.
ભગવાન બુદ્ધે પોતાના સંઘમાં જે વ્યવસ્થા અપનાવી તે આવા ગણરાજ્યોની રાજકીય વ્યવસ્થા પરથી અપનાવી હતી. સંઘ ધાર્મિક સંગઠન હોવાથી તેમાં તેને અનુકૂળ ફેરફારો કરવામાં આવ્યા હતા. બુદ્ધના જન્મ સ્થાન કપિલવસ્તુમાં પણ આવા જ પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી.
આમ વૈશાલી લોકશાહીનું યાત્રાધામ હતું એમ કહી શકાય. તેનો ઈતિહાસ ભવ્ય યશસ્વી અને વિવિધરંગી છે. બે ચીની મુસાફરો ફાયહાન અને હયુએન સંગે તેમના લખાણોમાં વૈશાલીના પ્રજાસત્તાક રાજ્યનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે.
વૈશાલી પ્રજાસત્તાક શાસન અર્થાતુ ગણરાજ્યનું જન્મસ્થાન અને પ્રારંભિક ઉછેર-સ્થાન કહી શકાય. લિચ્છવી જાતિના ક્ષત્રિયોએ ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં આ પ્રજાસત્તાકને, સ્થાયી સ્વરૂપે વિકસાવ્યું હતું. પુરાતત્ત્વવેત્તાઓએ ખોદકામ કરતાં પુરાણા સમયના “સંથાગાર'નો ભાગ શોધી કાઢ્યો છે.આ સંથાગાર એટલે આજના સમયની લોકસભા. લિચ્છવી અને વિજી-ગણના ૭૭૦૭ પ્રતિનિધિઓ આ સંથાગારમાં કાયદાઓ ઘડવા માટે અને રોજબરોજના રાજ્યના પ્રશ્નો ચર્ચવા માટે મળતા હતા. તે જગા 'રાજા વિશાલ કા ગૃહ' તરીકે ઓળખાય છે. લગભગ દોઢ કિલોમીટરના ઘેરાવામાં તેના ખંડિયેરો મળી આવ્યાં છે. તે
એ ૧૫૩
Page #196
--------------------------------------------------------------------------
________________
મકાનોને ફરતી આઠ ફૂટ ઊંચી દિવાલ અને ધણી ઊંડી ખાઈ હશે તેમ માનવામાં આવે છે.
અહીં એક વિશાળ તળાવ છે જેને રાજ્યારોહણ તળાવ અર્થાત્ અભિષેક પુષ્કરણી કહે છે. તેનું જળ પવિત્ર મનાય છે અને રાજાઓના રાજ્યારોહણ વખતે અને સોગંદ વિધિ કરતી વખતે, આ તળાવનું પાણી વપરાતું. વળી, રાજાઓને ધાર્મિક વિધિથી સ્નાન કરાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. જૈન દિગંબર પંથીઓની માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરનો જન્મ વૈશાલીમાં થયો હતો. આજે પણ તેમના જન્મદિવસે અભિષેક કરવા માટે આ તળાવમાંથી પાણી લાવવામાં આવે છે.
વૈશાલી સાથે ભગવાન બુધ્ધની પવિત્ર સ્મૃતિઓ જોડાયેલી છે. તેમને ઘણીવાર વૈશાલીને પાવન કર્યું હતું. વૈશાલીના સુંદર મઠો અને વિહારોમાં, ઘણો સમય વીતાવ્યો હતો, અને ઘણાં પ્રવચનો કર્યાં હતાં. આ પ્રવચનો ખાસ કરીને, આંબાવાડિયામાં કરવામાં આવતાં હતાં. આમાં દંતકથાત્મક બની ગયેલી લાવણ્યમયી ખૂબસૂરત નર્તિકા આમ્રપાલીનું પણ એક આંબાવિયું હતું. તે તેણીએ ભગવાન બુદ્ધને તેના ગુરૂ માનીને તેમના ધાર્મિક કામ માટે અર્પણ કર્યું હતું. ભગવાન બુદ્ધે તેમના જીવનનું આખરી પ્રવચન પણ અહીં વૈશાલીમાં જ કર્યું હતું. અને તેમાં તેમના નિર્વાણનો સમય આવી પહોંચ્યો છે તેવી આગાહી કરી હતી.
તેમના નિર્વાણ પછી લગભગ સો વર્ષે બુદ્ધ ધર્મની ચર્ચા સભા અર્થાત્ સંગતિ અહીં વૈશાલીમાં યોજાઈ હતી, જેમાં જ્યાં જ્યાં બુદ્ધધર્મ ફેલાયો હતો તે દેશના પ્રતિનિધિઓ આવ્યા હતા. તે જગાનું મહત્ત્વ સ્થાપિત કરવા સમ્રાટ અશોકે એ સ્થળે એક સ્તંભ બનાવ્યો છે. તેના પર પૂરા કદની સિંહની આકૃતિ છે. આ સ્તંભ હજી પણ મોજૂદ છે. ભગવાન બુદ્ધે તેમના જીવનની મુસાફરી અહીંથી ઉત્તર દિશામાં કરી હતી, એટલે સિંહનું મુખ ઉત્તર દિશા તરફનું રાખવામાં આવ્યું છે. સ્તંભ ઉપર બ્રાહ્મી લિપિમાં કોતરાયેલ શબ્દો આજે પણ જોઈ શકાય છે. સ્તંભ રાતા રંગના રેતિયા પત્થરનો બનાવેલો છે. તેના ઉપરનું પૉલિશ આજે પણ અસલ હાલતમાં
૧૫૪
Page #197
--------------------------------------------------------------------------
________________
હોય તેવું લાગે છે. સ્તંભ ઉલટા કમળના આકારની કુંભી ઉપર બાંધવામાં આવેલ છે. કમળનો ભાગ આજે મોજૂદ નથી. સ્તંભની ઊંચાઈ ૧૮.૩ મીટરની છે. સ્તંભની બાજુમાં ૧૯૫૮ની સાલમાં ખોદકામ કરતાં ખંડિયેર હાલતમાં એકસ્તૂપ મળી આવ્યો છે, એમ કહેવાય છે કે કુશીનારાથી એક પાત્રમાં અર્થાત્ મૂલ્યવાન વસ્તુઓ મૂકવાની મંજૂષામાં, ભગવાન બુદ્ધનાં અવશેષો લાવીને તેને અહીં પ્રસ્થાપિત કરીને, સ્તૂપ બાંધવામાં આવ્યો હતો. બાજુમાં ખંડિયેર હાલતમાં પડેલા બીજા ત્રણ-ચાર નાના સ્તૂપો પણ મળી આવ્યા છે.
અહીંથી થોડે દૂર ખોદકામ કરતાં એક બીજો સ્તૂપ મળી આવ્યો છે. એમ માનવામાં આવે છે કે ઈ.સ.પૂર્વે ૩૮૩ની સાલમાં દુનિયાના દેશોને આવરી લેતી બૌદ્ધધર્મની એક ચર્ચાસભા અહીં વૈશાલીમાં મળી હતી, ત્યારે આ સ્તૂપ બાંધવામાં આવ્યો હતો. ખોદકામ કરતાં ભગવાન બુદ્ધનાં પાર્થિવ શરીરને અગ્નિદાહ આપ્યા પછી તેની ભસ્મના ૧/૮ આઠમા ભાગથી ભરેલી એક મંજૂષા મળી આવી હતી. સાથે ભગવાન બુદ્ધની માટીની બનાવેલી એક મૂર્તિ પણ મળી આવી હતી. તે ઉપરાંત, કેટલાક શિલાલેખો પણ મળી આવ્યા હતા. જે આજે દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. આ સ્તૂપનો આકાર ખુલ્લા ગુંબજ જેવો છે.
આ સિવાય અહીંયા એક નાનું ચતુર્મુખી મહાદેવનું મંદિર છે. જેમાં એક બાજુએ કવચ કુંડલવાળી સૂર્યની મૂર્તિ અને બીજી ત્રણ બાજુએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ છે.
વૈશાલીથી ચાર કિલોમીટરના અંતરે આજે જેને વાસુકુંડ કહે છે તે ગામ આવેલું છે. દિગંબર પંથની માન્યતા મુજબ આ ગામમાં જૈનોના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો અને મહાવીર સ્વામીએ એમના સંસારિક જીવનનાં ૨૯ વર્ષ અહીં વીતાવીને આ ગામમાં દીક્ષા ગ્રહણ કરી હતી. આમ દિગંબર પંથની માન્યતા મુજબ ભગવાન મહાવીરનાં ત્રણ કલ્યાણક ચ્યવન, જન્મ અને દીક્ષા અહીં થયાં હતાં.
આ જગાએ એક નાનું પટાંગણ બનાવવામાં આવ્યું છે અને તેની
૧૫૫
Page #198
--------------------------------------------------------------------------
________________
વચમાં આરસના પત્થરની તકતી ઉપર કોતરવામાં આવ્યું છે કે આ સ્થળે મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. આ સ્થળનું ઉદ્ઘાટન ભારતના રાષ્ટ પતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું. આ જગાનું અસલ નામ કુંડગ્રામ હતું. કુંડગ્રામ આજે વાસોકુંડ કહેવાય છે. મહાવીર સ્વામીને, વિદેહ, વિદેહદત્ત, વિદેહસુકુમાર અને વૈશાલિક વગેરે નામોથી ઉદ્બોધન કરવામાં આવતું હતું. સૂત્ર-કૃતાંગ ૧૩મામાં મહાવીર સ્વામીનો વૈશાલિક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે વૈશાલીમાં આવેલ આ સ્થળે તેમનો જન્મ થયો હશે એમ માની શકાય. દિગંબર પંથીઓની માન્યતા મુજબ મહાવીર સ્વામીની માતા ત્રિશલાદેવી રાજા ચેટકની પુત્રી હતાં.
જ્યારે શ્વેતાંબર માન્યતા અનુસાર તેમનાં બહેન હતાં. રાજા ચેટક એ વૈશાલીના રાજા હતા. ત્રિશલાદેવી વિદેહના શાસક વંશમાં જન્મ્યાં હતાં એટલે તેમને વૈદેહી અથવા વિદેહદત્તા તરીકે સંબોધવામાં આવતાં હતાં.
વૈશાલીની બહાર કુંડગ્રામ નામનું નગર હતું, અહીંયા મહાવીર સ્વામીના પિતા, સિદ્ધાર્થ એક રાજા હતા અને જ્ઞાતુ નામના ક્ષત્રિય કુળના હતા. અહીં મહારાજા સિદ્ધાર્થનો મહેલ હતો. હાલ પણ અહીંના ગ્રામીણોનું કહેવું છે કે મહાવીરસ્વામીનો જન્મ અહીં થયો હતો. અહીંની જયરિયા જાતિ મહાવીર સ્વામીને પોતાના પૂર્વજ માને છે.પ્રાચીન કાળથી અહીંની આગળ પાછળની બે એકર જમીન ખુલ્લી રાખવામાં આવે છે, તેના ઉપર હળ પણ ફેરવવામાં આવતું નથી.
મહાવીરસ્વામીના જન્મદિવસે અહીંના લોકો આ સ્થાન પર પૂજા કરતા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી દિગંબર જૈન પંથીઓ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ દિવસ અહીં ઘણી ધામધૂમથી ઉજવે છે અને આ સ્થળે પૂજા વગેરે કરે છે.
એક બુદ્ધ અનુશ્રુતિ અનુસાર વૈશાલી નગર ત્રણ ભાગમાં વહેચાયેલું હતું. પહેલા ભાગમાં ૭૦૦ સોનાના ગુંબજવાળા, બીજા મધ્યના ભાગમાં ૧૪૦૦૦ ચાંદીના ગુંબજવાળા અને ત્રીજા ભાગમાં ૨૧૦૦૦ તાંબાના ગુંબજવાળા મકાનો હતાં. આ મકાનોમાં અનુક્રમે ઉચ્ચ, મધ્યમ અને નિમ્નતર વર્ગના લોકો રહેતા હતા. SSSSSSSSSSSSSS ૧૫૦ SSS SS
Page #199
--------------------------------------------------------------------------
________________
અહીંથી થોડે દૂર એક પ્રાકૃત ભાષાની સંસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યાં જૈન ધર્મ વિશે અને પ્રાકૃત ભાષા જે તે સમયની ઉત્તરભારતની લોકભાષા હતી તેનું સંશોધન કરવા માટે અભ્યાસીઓ આવે છે.
આમ બે મહાન આત્માઓના પગલાંથી પુનિત થયેલ વૈશાલી આજે કેવળ બે ધર્મના અનુયાયીઓનું યાત્રાધામ રહ્યું નથી પણ તે ઈતિહાસ વેત્તાઓ માટે અને ભૂતકાળમાં ડોકિયું કરીને સંશોધન કરતા સંશોધકો માટેનું એક સ્થળ બની ગયું છે.
બિહાર સરકારે, તેને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે પટણાથી વૈશાલી સુધી અને અંદર જુદા જુદા ઐતિહાસિક સ્થળોએ જવા માટે, સડક અને રસ્તાઓ બનાવ્યા છે. પર્યટકોને રહેવા માટે એક પર્યટક ભવન પણ બંધાવ્યું છે અને પર્યટકોને માર્ગદર્શન મળે તે માટે પર્યટક માહિતી કેન્દ્ર પણ ખોલ્યું છે. આ ઉપરાંત અહીં એક જૈન ધર્મશાળા પણ છે.
અહીંયા થોડા થોડા અંતરે એક જૈન મંદિર, બાવન પોખાર મંદિર, હરિકોટા મંદિર, મિરાનજીની દરગાહ વગેરે આવેલાં છે.
બાવન પોખાર મંદિરમાં ઘણા હિન્દુ દેવ-દેવીઓની મૂર્તિઓ છે. અહીં નાના નાના બાવન કૂવા હતા જેથી તેને બાવન પોખાર કહેવામાં આવે છે.
મિરાનજીની દરગાહમાં એક ફકીર શેખ મહમદ કાઝીમના અવશેષો
આ જગાએથી દૂર પૂર્વથી પશ્ચિમ સુધી એક કિલોમીટરના ક્ષેત્રફળવાળું એક કમળ તળાવ છે. તે લિચ્છવી જાતિના લોકોનું સહેલગાહ કરવા માટેનું સ્થળ હતું તેમ કહેવાય છે.
આજે વૈશાલી એક નાનું ગામ છે. પણ તેનું કુદરતી દ્રશ્ય રળિયામણું છે. તેની ચારે બાજુ કેળનાં ઝાડ અને આમ્રકુંજો છે. સપાટ પ્રદેશમાં ચોખાનાં ખેતરો છે. વૈશાલી ગંદક નદીના ડાબી બાજુના કિનારે વસેલું છે.
રામાયણમાં પરાક્રમી રાજા વિશાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેમને અહીં રાજ્ય કર્યું હતું. પાટલીપુત્ર જ્યારે મૌર્ય અને ગુપ્તવંશના
S ૧૫૭ SSSSSS
Page #200
--------------------------------------------------------------------------
________________
રાજાઓની રાજધાની હતું ત્યારે વૈશાલી હુન્નર ઉદ્યોગ અને વેપારનું એક ઘણું જ સમૃદ્ધ કેન્દ્ર હતું.
વૈશાલી સાથે બુદ્ધ અને મહાવીર બન્નેનાં જીવન સંકળાયેલાં હતાં. બન્ને સમકાલીન હતા, છતાં કોઈ પણ પુસ્તકમાં આ બન્ને મહાન આત્માઓ એક બીજાને મળ્યા હોય તેવો ઉલ્લેખ મળતો નથી. ઈતિહાસવેત્તાઓનો એવો મત છે કે તેઓ બન્ને કદી મળ્યા ન હતા. આ લખું છું ત્યારે મને વીસમી સદીમાં ભારતમાં જન્મેલ, બીજી બે મહાન સમકાલીન વ્યક્તિઓ મહાત્મા ગાંધી અને શ્રી અરવિંદનો ખ્યાલ આવે છે. ભારતના આ બે મહાન આત્માઓ પણ સમકાલીન હોવાં છતાં એકબીજાને કદીયે મળ્યા ન્હોતા. એ ખરું કે, આ બન્ને પ્રસંગોમાં થોડો ફરક છે. બુદ્ધ અને અને મહાવીર તો એક જ સ્થળે વારંવાર રહ્યા હતા અને છતાંયે તેમનું મિલન થયું ન હતું જ્યારે ગાંધીજી અને શ્રીઅરવિંદ એક જ સ્થળે રહ્યા હોય તેવું બન્યું નથી.
આમ, વૈશાલી એ ગણરાજ્યની માતૃભૂમિ માત્ર ન હતી પણ તેની સાથે માનવજાતિના બે મહાન ધર્મ પ્રવર્તક આત્માઓનાં સંસ્મરણો પણ વણાયેલાં છે.
મોટર માર્ગે પટણાથી વૈશાલી, પચાસ (૫૦) કિલો મીટરના અંતરે આવેલું છે. તે માર્ગે જવા માટે ગંગા નદી પર એક વિશાળ પૂલ બાંધવામાં આવ્યો છે. તેને મહાત્મા ગાંધી પૂલ કહે છે. આ ઉપરાંત રેલ્વે માર્ગે પણ મુઝફરપુર – જે મોટું રેલ્વે જંકશન છે. - તે દ્વારા પણ વૈશાલી જઈ શકાય છે. મુઝફરપુરથી વૈશાલી છત્રીસ (૩૬) કિલોમીટરના અંતરે આવેલું છે. મોટે ભાગે પર્યટકો પટણાથી મોટર માર્ગે જવાનું પસંદ કરે છે. બિહાર પ્રવાસ નિગમ પટણાથી વૈશાલીની અડધા દિવસની ટૂર પણ લઈ જાય છે.
વૈશાલીમાં રહેવા માટે બિહાર પર્યટન નિગમે બાંધેલ ટુરિસ્ટ બંગલો તેમજ જાહેર બાંધકામ ખાતાએ બાંધેલ ઈન્સ્પેક્શન બંગલો છે. આ ઉપરાંત એક જૈન વિહાર (ધર્મશાળા) પણ છે. પણ હાલ વૈશાલી એક નાનું ગામ હોઈને ત્યાં ખાવાપીવાની યોગ્ય વ્યવસ્થા નથી. પર્યટકોને માર્ગદર્શન અને માહિતી આપવા માટે પર્યટક માહિતી કેન્દ્ર પણ ખોલવામાં આવ્યું છે.
૧૫૮ SS
Page #201
--------------------------------------------------------------------------
________________
શ્રી ચંપાપુરી તીર્થ
જૈનોના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્યનો જન્મ ચંપાપુરીમાં થયો હતો. તેમનાં પાંચેય કલ્યાણક-વન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ અહીં ચંપાપુરીમાં થયાં હતાં. - આ એક જ એવું સ્થળ છે જ્યાં તીર્થંકરનાં પાંચેય કલ્યાણક થયાં હોય.
પુરાણ કાળમાં ભગવાન શ્રી વાસુપૂજ્યના પિતા શ્રી વસુપૂજ્ય અહીં રાજ્ય કરતા હતા.તેમને જયાદેવી નામે રાણી હતાં. આ રાણીની કૂખે શ્વેતાંબર પંથી જૈનોની માન્યતા પ્રમાણે મહાવદ ૧૪ના દિને એક પુત્ર રત્નનો જન્મ થયો. તે ભવિષ્યમાં બારમા તીર્થંકર વાસુપૂજ્ય તરીકે પંકાયા પિતાનું નામ વસુપૂજ્ય હોઈ, જન્મથી જ તેમનું નામ વાસુપૂજ્ય રાખવામાં આવ્યું હતું. | શ્રી વાસુપૂજ્ય યુવાવસ્થાએ પહોંચ્યા એટલે માતા પિતાએ લગ્ન માટે આગ્રહ કર્યો. તેઓ તો જન્મથી જ વૈરાગી હતા; આથી તેમને લગ્નનો ઈન્કાર કર્યો, અને આ સંસારને અસાર સમજી, અહીં ચંપાપુરીમાં જ દીક્ષા ગ્રહણ કરી સાધુપણું અંગીકાર કર્યું. દીક્ષા ગ્રહણ કર્યા પછી ઘણું તપ કર્યું, અને વિહાર કરતાં અહીં ચંપાપુરીમાં એક ઉદ્યાનમાં આવી વસ્યા. અહીં એક પાટલવૃક્ષ નીચે ધ્યાન આવસ્થામાં હતા ત્યારે તેમને કેવલજ્ઞાન થયું. કેવલજ્ઞાન પામ્યા પછી ઘણાં વર્ષો ધર્મોપદેશ આપતા રહ્યા, અને ધર્મોપદેશ દેતાં દેતાં અષાઢ સુદ ચૌદસના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ઘણા મુનિઓ સાથે મોક્ષે સિધાવ્યા.
અષાઢ સુદ ચૌદસના દિવસે અહીં એક મોટો મેળો ભરાય છે, ત્યારે લાડુ ચઢાવવામાં આવે છે. ત્યાં એક મંદિર છે. મંદિરમાં ભગવાન વાસુપૂજ્યનાં પાંચ કલ્યાણકોની સ્મૃતિમાં જુદી જુદી જગ્યાએ પણ પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. તેને વાસુપૂજ્ય જિનાલય કહે છે. તેમાં ભગવાન વાસુપૂજ્યની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
Page #202
--------------------------------------------------------------------------
________________
દિગંબર પંથી જૈનોની માન્યતા પ્રમાણે શ્રી વાસુપૂજ્યનો જન્મ ફાગણ સુદ ચૌદસ ના રોજ થયો હતો. અને મહા વદ પાંચમને દિવસે તેઓ મોલે સિધાવ્યા હતા. વળી તેમની માન્યતા મુજબ શ્રી વાસુપૂજ્યનાં બે કલ્યાણક દીક્ષા અને મોક્ષ ચંપાપુરીથી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આવેલ મંદારગિરિમાં થયાં હતાં.
ચંપાપુરી બિહારમાં આવેલ ભાગલપુર સ્ટેશનની નજદીક ગંગા નદીના કિનારે આવેલ ચંપાનાળાથી છ કિલોમીટરના અંતરે આવેલું છે. તેને ચંપાનગર પણ કહે છે. પ્રાચીનકાળમાં આ નગર માઈલો સુધી ફેલાયેલું હતું. મંદારગિરિ તેનો એક ભાગ હતો. ત્યારે તે અતિસમૃદ્ધ અને વૈભવશાળી નગર હતું. વળી મગધ નરેશ શ્રી ઐણિક યાને બિંબસારના પુત્ર અજાતશત્રુના રાજ્યકાળમાં પણ તે એક અતિ મનમોહક અને સમૃદ્ધ નગર હતું.
જૈનોની માન્યતા પ્રમાણે બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય ઉપરાંત આ ભૂમિને પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ, ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ અને ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીએ પાવન કરી હતી અને ધર્મોપદેશ આપ્યો હતો મહાવીર સ્વામીએ તો ઘણીવાર ઉપદેશ આપી સમવસરણ પણ રચાવ્યાં હતાં.
ભગવાન મહાવીરના પરમ ભક્ત શ્રાવક કામદેવ, શ્રી સુદર્શન શેઠ, મહારાજ શ્રીપાલ અને સતી ચંદનબાળાની આ જન્મભૂમિ છે. શૂળીનું નવકારમંત્ર દ્વારા સિંહાસનમાં ફેરવાઈ જવું એ શેઠ સુદર્શનનો અલૌકિક પ્રસંગ અહીં જ બન્યો હતો. વળી દાનવીર કર્ણ, દધિવાહન, ઐણિકના પુત્ર અજાતશત્રુ વગેરે રાજાઓની આ રાજધાની હતી.
આમ ચંપાપુરીમાં બારમા તીર્થંકર વાસુપૂજ્યના પાંચે કલ્યાણક થયાં તે ઉપરાંત અહીં અનેક પ્રખ્યાત જૈન નરેશો, સાધુગણો અને શ્રેષ્ઠીગણો થઈ ગયા. વળી આ ભૂમિને શ્રી આદિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર સ્વામીએ પાવન કરી અહીંથી દેશના આપી છે. આમ જૈનો માટે આ સ્થળ પવિત્ર અને પાવનકારી હોઈ તીર્થધામ બની ગયું છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
નગરી પ્રાચીન અને ઐતિહાસિક હોવા છતાં તેની ભવ્યતાનો ખ્યાલ આપતાં કોઈ ચિતો નથી. જો કે મંદિર પ્રાચીન છે અને તેનો વારંવાર જીર્ણોદ્ધાર થયો હશે તેમ ખ્યાલ આવે છે.
ભાગલપુર સ્ટેશનથી છ કિલોમીટરના અંતરે ચંપાપુરી આવેલું છે. ભાગલપુરથી, બસ, ટાંગા વગેરેની સગવડ છે. બસ, કાર, ટાંગા વગેરે મંદિર સુધી જાય છે.
મંદિર આગળ રહેવા માટે ઘર્મશાળા છે. ભાગલપુરમાં દિગંબર મંદિર છે. જ્યાં ધર્મશાળામાં રહેવાની સગવડતા છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રી કુંડલપુર તીર્થ
હાલ જેને કુંડલપુર ગામ કહે છે તેનું પ્રાચીન કાળમાં ગુબ્બગામ અને પડગામ નામ હતું. તે નાલંદાથી લગભગ ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. પ્રાચીન કાળમાં નાલંદા અને કુંડલપુર મગધની રાજધાની રાજગૃહીના ઉપનગરો હતાં. ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ઈન્દ્રભૂતિ યાને ગૌતમ સ્વામીનું આ જન્મસ્થાન છે. ભગવાન મહાવીરના બીજા બે ગણધર અને ઈન્દ્રભૂતિના સગાભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિનું પણ આ જન્મસ્થાન છે.
આમ ભગવાન મહાવીરના અગિયાર ગણધરો પૈકી ત્રણ ગણધરોની આ જન્મભૂમિ હોઈ તેમજ લબ્ધિના દાતાર ગૌતમસ્વામી અને ભગવાન મહાવીરે આ ભૂમિને ઘણીવાર પાવન કરેલી હોઈ, જૈનો માટે આ એક તીર્થભૂમિ બની ગઈ છે. અહીં ગૌતમ સ્વામીજીના જન્મસ્થાન ઉપર એક મંદિર બાંધવામાં આવ્યું છે. જેમાં ગૌતમસ્વામીજીની ચરણ પાદુકા છે. અહીં એક બીજું દિગંબર મંદિર પણ છે. શ્વેતાંબર મંદિરમાં અતિશય સુંદર અને કલાત્મક મૂર્તિઓ છે.
ઈ.સ. ૪૧૦માં ચીની મુસાફર ફા-હિ-યાન ભારતની યાત્રાએ આવેલા ત્યારે કંડલપુર એક સામાન્ય ગામ હતું. તે પછી ઈ.સ. ૪૨૪ થી ૪૫૪માં કુમારગુખે બૌદ્ધ સાધુઓ માટે એક વિશાળ મઠ બનાવ્યો અને પછી નજદીકમાં નાલંદા વિશ્વવિદ્યાલય ઊભું થવાથી કુંડલપુર બૌદ્ધ વિધાનું એક મોટું કેન્દ્ર બની ગયું હતું.
સાતમી સદીમાં યાત્રાએ આવેલ બીજા ચીની મુસાફર હયુ-એન-સંગે આ જગ્યાઓનું વર્ણન કર્યું છે. તેરમી સદી સુધી નાલંદા વિશ્વ વિદ્યાલય બૌદ્ધ વિદ્યાનું ધામ હતું, કંડલપુર પણ ત્યારે વિદ્યાના ધામ તરીકે વિકાસ પામ્યું હતું, અહીં જૈન ધર્મનો પણ પ્રભાવ હતો. ગોશાલો જેણે ભગવાન મહાવીરને ઘણો ત્રાસ આવ્યો હતો તેનો મેળાપ ભગવાન મહાવીરને અહીં કુંડલપુરમાં થયો હતો.
STS ૧૨ NNNN
Page #205
--------------------------------------------------------------------------
________________
સજગિરિથી નાલંદા થઈ, નવ કિલોમીટરના અંતરે પાવાપુરીથી બિહાર-શીફ થઈ, એકવીસ કિલોમીટરના અંતરે અને નાલંદા સ્ટેશનથી ત્રણ કિલોમીટરના અંતરે કુંડલપુર આવેલું છે. નાલંદા બખ઼િયારપુર રાજગિરિ રેલ્વે લાઈન પર આવેલું છે. નાલંદા સ્ટેશન પર રીક્ષા, ટાંગા વગેરે વાહનો મળે છે.
શ્વેતાંબર મંદિરની નજદીક ધર્મશાળા છે, જ્યાં રહેવાની સગવડ છે.
૧૬૩
T
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણાયાજી તીર્થ
સિદ્ધિના દાતાર શ્રી ગૌતમ સ્વામીજીની સ્મૃતિ સાથે જોડાયેલું આ બીજું તીર્થ છે. કુંડલપુર શ્રી ગૌતમસ્વામીજીનું જન્મસ્થાન છે, તો એકમત પ્રમાણે શ્રી ગુણાયાજી તીર્થ શ્રી ગોતમસ્વામીજીના ચોથા કલ્યાણક કેવલજ્ઞાન સાથે વણાયેલું છે.
રાજગૃહીના ઈતિહાસમાં ગુણશીલ ચૈત્યનો ઉલ્લેખ આવે છે. અહીં ભગવાન મહાવીર અનેકવાર આવ્યા હતા. અને દેશના આપી હતી તેમજ સમવસરણ પણ રચાવ્યાં હતાં. ગુણાયાજી એ ગુણશીલનો અપભ્રંશ હશે તેમ માનવામાં આવે છે.
અહીં એક શ્વેતાંબર મંદિર છે, જેમાં શ્રી ગૌતમસ્વામીજીની પદ્માસનસ્થ શ્વેતવર્ણની મૂર્તિ છે.
આ મંદિર જલમંદિર છે. તેની નિર્માણ શૈલી પાવાપુરીના જલમંદિર જેવી છે. મંદિરમાં જવા માટે પાવાપુરીના જલમંદિરમાં છે તેવો જ પુલ બાંધવામાં આવ્યો છે. મંદિરની બાંધણી આકર્ષક છે. આ સિવાય અહીં દિગંબરોનું એક બીજું મંદિર છે.
નજીકનું રેલ્વે સ્ટેશન નવાદા લગભગ ત્રણ કિલોમીટર દૂર છે વળી તે પટણા-રાંચીના મુખ્ય માર્ગ પર આવેલું છે. મુખ્ય સડકથી મંદિર ૨૦૦ મીટર દૂર છે. પાવાપુરીથી તે ૨૦ કિલોમીટરના અંતરે આવેલું છે. કાર, બસ વગેરે વાહનો મંદિર સુધી આવે છે.
રહેવા માટે શ્વેતાંબર અને દિગંબર બન્ને પંથીઓની ધર્મશાળા છે.
૧૬૪
Page #207
--------------------------------------------------------------------------
________________
શ્રી ક્ષત્રિય કુંડ તીર્થ
ક્ષત્રિય કુંડ : શ્વેતાંબર પંથની માન્યતા મુજબ ક્ષત્રિયકુંડ ભગવાન મહાવીરસ્વામીના પિતા સિદ્ધાર્થની રાજધાનીનું શહેર હતું. તેઓ ધર્મપ્રેમી અને જનતાનું કલ્યાણ કરવાની ભાવનાવાળા હતા. તેમનાં લગ્ન વૈશાલી ગણતંત્રના ગણાધીશ રાજા ચેટકની બહેન ત્રિશલાદેવી સાથે થયાં હતાં. ચૈત્ર સુદ તેરશની અર્ધ રાત્રિના સમયે, ત્રિશલાદેવીની કૂખે પુત્ર રત્નનો જન્મ થયો, જે જિન ધર્મના સ્થાપક જૈનોના ચોવીસમા તીર્થંકર તરીકે પંકાયા. ભગવાન મહાવીરના જન્મ પછી સમસ્ત ક્ષત્રિયકુંડ રાજ્યમાં ધન ધાન્ય વગેરેની વૃદ્ધિ થઈ અને ચારે તરફ સુખશાંતિ વધવા લાગ્યાં, આથી જન્મના બારમે દિવસે તેમનું નામ વર્ધમાન પાડવામાં આવ્યું. વર્ધમાનની અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે, માતાપિતાનું અવસાન થયું. વર્ધમાન તો જન્મથી વૈરાગ્ય વૃત્તિવાળા હતા, એટલે માતા પિતાના અવસાન પછી તેમણે ગૃહત્યાગ કરવા માટે તૈયારી કરી, પણ તેમના મોટાભાઈ નંદીવર્ધને તેમને ગૃહત્યાગ કરતાં બે વર્ષ માટે અટકાવ્યા. આથી, વર્ધમાને જિંદગીના ત્રીસમા વર્ષે ગૃહત્યાગ કરી જૈનોના ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના પંથમાં દીક્ષા ગ્રહણ કરી. આમ ભગવાન મહાવીરના ત્રણ કલ્યાણક ચ્યવન, જન્મ અને દીક્ષા આ સ્થળે થયાં અને જીવનનાં ત્રીસ વર્ષ પણ તેમને અહીં જ વીતાવ્યાં હતાં. આથી શ્વેતાંબર પંથી જૈનો માટે આ એક યાત્રાનું મહત્ત્વનું સ્થળ બની ગયું છે.
ક્ષત્રિયકુંડ એક પહાડ ઉપર વસેલું છે. આ પહાડ ઉપર એક મંદિર છે, જે ભગવાન મહાવીરના જન્મસ્થાન સાથે સંલગ્ન છે. ક્ષત્રિયકુંડની તળેટીમાં બે મંદિરો છે. આ બન્ને મંદિરોને ચ્યવન અને દીક્ષા કલ્યાણક સ્થળો તરીકે ઓળખવામાં આવે છે. આ બન્ને મંદિરોમાં મહાવીર સ્વામીની પ્રતિમાઓ છે.
શ્વેતાંબર પંથી જૈનો માટે આ સ્થળ ભગવાન મહાવીરનું જન્મસ્થાન
૧૬૫
Page #208
--------------------------------------------------------------------------
________________
માત્ર નહિ પણ અહીંની ભૂમિનો ક્મેકણ પવિત્ર અને વંદનીય છે. અહીં તેમને જીવનનાં ત્રીસ વર્ષ ગાળ્યાં હતાં અને તેમના ભવિષ્યના વિતરાગી જીવનની ભૂમિકા તૈયાર થઈ હતી. અહીં જ તેમની આત્મકલ્યાણ અને વિશ્વલ્યાણની ભાવના ઉત્તેજીત થઈ હતી. યાત્રાના સ્થળ ઉપરાંત, આ સ્થળ અતિશય રળિયામણું અને પ્રાકૃતિક સૌંદર્ય સભર છે.
૧૬૬
Page #209
--------------------------------------------------------------------------
________________
ભારતમાં જૈનધર્મના તીર્થધામોની રાજયવાર યાદી ગુજરાત
શ્રી શત્રુંજ્ય (સિદ્ધિગિરી) તીર્થ
શ્રી ગિરનાર તીર્થ
શ્રી શંખેશ્વર તીર્થ
શ્રી તારંગા તીર્થ
શ્રી મહુડી (મધુપુરી) તીર્થ
શ્રી જૈન મંદિરોનું નગર પાટણ
શ્રી કુંભારિયાજી તીર્થ
શ્રી પ્રહલાદનપુર તીર્થ
શ્રી જૂના ડીસા તીર્થ
શ્રી થરાદ તીર્થ
શ્રી ખીમા તીર્થ
શ્રી વાવ તીર્થ
શ્રી ભોરોલ તીર્થ
શ્રી જમણપુર તીર્થ
શ્રી મેત્રાણા તીર્થ
શ્રી ખેડબ્રહ્મા તીર્થ
શ્રી વડાલી તીર્થ
શ્રી ઈડર તીર્થ
શ્રી મોટા પોસીના તીર્થ
શ્રી વાલમ તીર્થ
શ્રી મહેસાણા તીર્થ
૧૬૭
શ્રી ગાંભુ તીર્થ
શ્રી મોઢેરા તીર્થ
શ્રી કમ્બોઈ તીર્થ
શ્રી ચાણસ્મા તીર્થ
શ્રી શિયાણી તીર્થ
શ્રી ચારૂપ તીર્થ
શ્રી ભિલડિયાજી તીર્થ
શ્રી તેરા તીર્થ
શ્રી જખૌ તીર્થ
શ્રી નલિયા તીર્થ
શ્રી કોઠારા તીર્થ
શ્રી સુથરી તીર્થ
શ્રી ભદ્રેશ્વર તીર્થ
શ્રી પ્રભાસપાટણ તીર્થ
શ્રી દીવ તીર્થ
શ્રી અજાહરા તીર્થ
શ્રી દેલવાડા તીર્થ
શ્રી ઉના તીર્થ
શ્રી મહુવા તીર્થ
શ્રી તાલધ્વજગિરિ તીર્થ
શ્રી ઘોઘા તીર્થ
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રી માતર તીર્થ
શ્રી કદંબગિરિ તીર્થ શ્રી ખંભાત તીર્થ
શ્રી હસ્તગિરિ તીર્થ શ્રી પાવાગઢ તીર્થ
શ્રી વલ્લભીપુર તીર્થ શ્રી કાવી તીર્થ
શ્રી ઘોલકા તીર્થ શ્રી ગંધાર તીર્થ
શ્રી ઉપરિયાળા તીર્થ શ્રી ભરૂચ તીર્થ
શ્રી વામજ તીર્થ શ્રી ઝગડિયા તીર્થ
શ્રી ભોયણી તીર્થ શ્રી દર્શાવતી તીર્થ
શ્રી પાનસર તીર્થ શ્રી બોડેલી તીર્થ
શ્રી શેરીશા તીર્થ શ્રી પારોલી તીર્થ
શ્રી કર્ણાવતી તીર્થ
(અમદાવાદ). રાજસ્થાન
શ્રી આબુ (દેલવાડા) તીર્થ શ્રી ઓસિયાં તીર્થ
શ્રી રાણકપુર તીર્થ શ્રી લોકવપુર તીર્થ
શ્રી કેસરિયાજી તીર્થ શ્રી અમરસાગર તીર્થ
શ્રી જેસલમેર તીર્થ શ્રી બ્રહ્મસર તીર્થ
શ્રી મહાપ્રભુજી તીર્થ શ્રી પોકરણ તીર્થ
શ્રી મહાવીરજી તીર્થ શ્રી નાકોડા તીર્થ
શ્રી નાગોર તીર્થ શ્રી નાગેશ્વર તીર્થ
શ્રી ખીંવસર તીર્થ શ્રી ચિત્રકુટ તીર્થ
શ્રી હલવૃતિ પાર્શ્વનાથ તીર્થ શ્રી આયડ તીર્થ
શ્રી કાપરડા તીર્થ શ્રી ડુંગરપુર તીર્થ
શ્રી ગંગાણી તીર્થ KNONSષ ૧૬૮
S
Page #211
--------------------------------------------------------------------------
________________
શ્રી વટપદ્ર તીર્થ શ્રી રાજનગર તીર્થ શ્રી કરેડા તીર્થ શ્રી નાગલઇ તીર્થ શ્રી દેવકુલપાટક તીર્થ શ્રી નાડલાઈ તીર્થ શ્રી મુછાળા મહાવીર તીર્થ શ્રી નાડોલ તીર્થ શ્રી વરતાણા તીર્થ શ્રી હથુડી તીર્થ
શ્રી બાલિ તીર્થ શ્રી જાખોડા તીર્થ શ્રી કોરટા તીર્થ શ્રી બિમેલ તીર્થ શ્રી પાલી તીર્થ શ્રી વેલાર તીર્થ શ્રી ખડાલા તીર્થ શ્રી સેવાડી તીર્થ શ્રી કોલરગઢ તીર્થ શ્રી સેસલી તીર્થ
કર્ણાટક
શ્રી શ્રવણ બેલગોલા તીર્થ શ્રી સુબજ તીર્થ શ્રી વારંગ તીર્થ
શ્રી કારકલ તીર્થ શ્રી મૂડબિદ્રી તીર્થ શ્રી ધર્મસ્થળ તીર્થ
બિહાર
શ્રી પાટલીપુત્ર તીર્થ (પટણા) || શ્રી સમેતશિખર તીર્થ શ્રી પાવાપુરી તીર્થ શ્રી રાજગિરિ (રાજગૃહી) તીર્થ | શ્રી વૈશાલી તીર્થ
શ્રી ચંપાપુરી તીર્થ શ્રી કુંડલેકર તીર્થ શ્રી ગુરાયજી તીર્થ શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ શ્રી જુબાલુકા તીર્થ
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રી જિયાગંજ તીર્થ શ્રી અજિમગંજ તીર્થ
શ્રી રત્નપુરી તીર્થ
શ્રી અયોધ્યા તીર્થ
શ્રી શ્રાવસ્તી તીર્થ
શ્રી દેવગઢ તીર્થ
શ્રી કમ્પિલાજી તીર્થ
શ્રી અહિચ્છત્ર તીર્થ
શ્રી હસ્તિનાપુર તીર્થ
શ્રી મથુરા તીર્થ શ્રી આગરા તીર્થ
શ્રી લક્ષ્મણી તીર્થ
શ્રી તાલનપુર તીર્થ
શ્રી બાવનગજાજી તીર્થ
શ્રી સિદ્ધવરકુટ તીર્થ
શ્રી માડવગઢ તીર્થ
શ્રી મોહનખેડા તીર્થ
શ્રી ભોપાવર તીર્થ
શ્રી અમીઝરા તીર્થ
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
મધ્યપ્રદેશ
૧૭૦
શ્રી કઠગોલા તીર્થ
શ્રી મહિમાપુર તીર્થ શ્રી કલકત્તા તીર્થ
શ્રી ચંદ્રપુરી તીર્થ
શ્રી સિંહપુરી તીર્થ
શ્રી ભજ્જૈની તીર્થ
શ્રી ભેલુપુર તીર્થ
શ્રી પભોષા તીર્થ
શ્રી કૌશામ્બી તીર્થ
શ્રી પુરિમતાલ તીર્થ
શ્રી સૌરીપુર તીર્થ
શ્રી બિમ્બડોદ તીર્થ
શ્રી પરાસલી તીર્થ
શ્રી અવન્તી તીર્થ
શ્રી પાર્શ્વનાથ તીર્થ
શ્રી ઉન્હેલ તીર્થ
સો અલૌકિક તીર્થ
શ્રી પાર્શ્વનાથ તીર્થ
શ્રી બદનાવર તીર્થ
Page #213
--------------------------------------------------------------------------
________________
શ્રી મણી તીર્થ શ્રી સોનગિરિ તીર્થ શ્રી ભુવનજી તીર્થ શ્રી મહારજી તીર્થ શ્રી પપોરાજી તીર્થ
શ્રી રેષન્દીગિરિ તીર્થ શ્રી દ્રોણગિરિ તીર્થ શ્રી ખજુરાહો તીર્થ શ્રી કુંડલપુર તીર્થ
મહારાષ્ટ્ર
શ્રી બજરંથા તીર્થ શ્રી અગાશી તીર્થ શ્રી કોંકણ તીર્થ શ્રી દહીંગાંવ તીર્થ શ્રી કુંભોજાગરિ તીર્થ શ્રી બાહુબલી તીર્થ
શ્રી રામટેક તીર્થ શ્રી ભદ્રાવતી તીર્થ શ્રી અંતરિક્ષા તીર્થ શ્રી પાર્શ્વનાથ તીર્થ શ્રી માંગી-તુંગી તીર્થ
તામિલનાડુ
શ્રી તિમલે તીર્થ : શ્રી જિનકાંચી તીર્થ શ્રી મન્નારગુડી તીર્થ શ્રી પુડલ (કેશરવાડી) તીર્થ
શ્રી જિનગિરિ તીર્થ શ્રી વિજ્યમંગલ તીર્થ શ્રી પોસુરમર્ધ તીર્થ શ્રી મુનિગિરિ તીર્થ
આંધ્રપ્રદેશ
શ્રી કુલપાકજી શ્રી ગુડિવાડા તીર્થ
શ્રી પેદાઅમીરમ તીર્થ શ્રી અમરાવતી તીર્થ
SSSSS ૧૭૧ EST
Page #214
--------------------------------------------------------------------------
________________
ઓરિસ્સા શ્રી ખંડગિરિ-ઉદયગિરિ
હિમાલય પ્રદેશ શ્રી કાંગડા તીર્થ
NSS ૧૭૨ SSS
Page #215
--------------------------------------------------------------------------
________________
શુધિ પત્રક
અશુદ્ધ
શુધ
કંદલગિરિ
કદમગિરિ
ગુજરાત
ગુજરાતના
સ્થળો
સ્થળેથી
શ્રી. પૂજયો
શ્રી. પુજીએ
અહીંસા
અહિંસા
લણિગ વસહી
લુણિગ વસહી
વશિષ્ટ
વશિષ્ઠ
બનાવેલા
બનાવેલ
શ્રી કુંડલેકર
શ્રી કુંડલપુર
Page #216
--------------------------------------------------------------------------
Page #217
--------------------------------------------------------------------------
________________
ગાંધીની હાકલને માન આપીને તેઓ ફરીથી કોંગ્રેસમાં જોડાયા. ઈ.સ. ૧૯૭૨ થી ૬ વર્ષ સુધી મુંબઈ પ્રદેશ કોંગ્રેસ કમિટિના મહામંત્રી તરીકે સેવાઓ આપી. તેઓ મુંબઈની જીલ્લા કોંગ્રેસના પ્રમુખ બન્યા. અખિલ ભારત કોંગ્રેસ સમિતિના તેઓ ચૂંટાએલા સભ્ય હતા.
ડૉ. બાલિગાના નેતૃત્વ હેઠળ સ્થપાએલી (હવે ભૂતપૂર્વ) સોવિયેત સંઘ સાથેની મૈત્રી સંસ્થા, ઈન્ડો સોવિયેત કલ્ચરલ સોસાયટીની મુંબઈ શાખા સાથે તેઓ પ્રારંભથી જ સંકળાએલા હતા ઈ.સ. ૧૯૬૧થી તેઓ આ સંસ્થાના મહામંત્રી બન્યા. તે પછી ઉપપ્રમુખ પદ અને અધ્યક્ષપદ શોભાવ્યું. હાલમાં તેઓ અખિલ ભારત શાંતિ. અને ઘનિષ્ઠતા સંગઠનની મુંબઈ શાખાના પ્રમુખ છે.
ઈ.સ. ૧૯૬૯ના ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં સોવિયેત સંઘની એક હોસ્પિટલમાં તેમને ઉપચાર માટે સાત અઠવાડિયા રાખવામાં આવ્યા હતા. આ હોસ્પિટલની તબીબી નિપૂર્ણતાનું વર્ણન કરતું સોવિયેત હોસ્પિટલની મારી ડાયરી અને બીજા લેખો નામક પુસ્તક તેમણે લખ્યું. સોવિયેત દેશ તરફથી અપાતા નહેરૂ પારિતોષિક માટે આ પુસ્તકને વિશેષ ઈનામ મળ્યું.
‘ભારત છોડો' આંદોલનમાં ભોગવેલા કારાવાસ વિષે, ૪૨ની લડતના સંસ્મરણો' નામક પુસ્તક લખ્યું. આ પુસ્તકનું ડૉ. શંકરદયાલ શર્માના વરદ હસ્તે વિમોચન મુંબઈમાં કરવામાં આવ્યું હતું.
વકીલાતના વ્યવસાયમાં તેમને થએલા અનુભવોનું આલેખન કરતું પુસ્તક, "વકીલાતના મારા અનુભવો” નામક પુસ્તક, જુવાન વકીલો માટે આચાર સંહિતા સમી માર્ગદર્શિકા છે. મૌલાના અબુલ કલામ આઝાદે “ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ” – "ઈન્ડિયા વીન્સ ફ્રીડમ”, નામક તેમના પુસ્તકમાં, સરદાર વલ્લભભાઈ વિષે કરેલા વિસંગત અને વિવાદાસ્પદ વિધાનોનું ખંડન કરતી અંગ્રેજી તેમજ ગુજરાતીમાં બે પુસ્તિકાઓ લખી છે.
અણુયુધ્ધના ખતરા સામે વિશ્વશાંતિનું જતન ક૨વા માટે શરૂ થએલી નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયાની વિશદ છણાવટ કરતું, "Peace is Possible" - "શાંતિ શક્ય છે” નામક અંગ્રેજી પુસ્તક પણ તેમણે લખ્યું છે.
હવે ભારતમાં "જૈનધર્મનાં મહત્ત્વનાં તીર્થધામો" દ્વારા ગુજરાતના પ્રવાસ સાહિત્યમાં તેઓ એક નવું સીમાચિહ્ન ઉમેરે છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
પાલીતાણા : (પાલીતાણાના મુખ્ય મંદિરનું દ્રશ્ય)