Book Title: Baar Prakarni Hinsa
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
Catalog link: https://jainqq.org/explore/008888/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભાર પ્રકારની હિંસા છ પ્રકારની પરહિંસા છ પ્રકારની સ્વહિંસા કચ્છ લેખક અને સમીક્ષક ઉર પં. ચન્દ્રશેખરવિજયજી ૨૬૪ 'કમલ પ્રકાશન ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ પ્રકાશક : કમલ પ્રકાશ ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩ લેખક-પરિચય : સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનેય પૂ. પં. શ્રી ચન્દ્રશેખવિજયજી આવૃત્તિ પ્રથમ સંસ્કરણ : નકલ : ૩૦૦૦ દ્વિતીય સંસ્કરણ : નકલ : ૨૦૦૦ વિ.સં. ૨૦૬ ૫, શ્રાવણ સુદ-૫. મુલ્ય રૂા. ૪૦/ ટાઈપસેટિંગ : કરણ ચાફેકસ ૧, રિદ્ધિ પેલેસ, ૯૦ ફીટ રોડ, ભાયંદર (વેસ્ટ) - ૪૦૧ ૧૦૧. ફોનઃ ૨૮૧૮ ૪પ૯૯, મો. ૯૮૩૩૬ ૧૬૦૦૪ મુદ્રક : શીતલ પ્રીન્ટસ ૨૧૧/૨૧૨, પ્રગતી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, એન.એમ. જોશી માર્ગ, લોઅર પરેલ (ઈસ્ટ), મુંબઈ-૧૧ ફોન : ૬૬૬૩ ૩૦૪૬ Page #3 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા (છ પરહિંસા) પાના નં. ૧. પ્રાણીહિંસા ૨. સ્વજનહિંસા : (નોકરો, પત્ની વગેરે : ગર્ભસ્થ સંતાન : માતપિતાદિ) ૩. માનવહિંસા ૪. રાષ્ટ્રહિંસા ૧૦૭ ૫. સંસ્કૃતિહિંસા ૧ ૧૫ ૬. વિચારહિંસા ૧ ૫ ૭ ( છ સ્વહિંસા ૧૬૦ ૧ ૭૨ ૧ ૭૫ ૭. સંસ્કારહિંસા ૮. સંપત્તિહિંસા : ૯. સંઘ (સત્તા) હિંસા ૧૦. શાસ્ત્ર (મતિ) હિંસા ૧૧. ધર્મ (ક્રિયાત્મક) હિંસા ૧૨. શાસન (સ્વરૂપ) હિંસા ૧૮૦ ૧ ૮૩ ૧ ૮ ૮ A Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪ બાર પ્રકારની હિંસાઓ ભૂમિકા સ્થળ નજરથી પ્રાણીઓની પશુઓની હિંસાને જ હિંસા તરીકે જોવામાં આવે છે. ધર્મપ્રેમીઓ આ હિંસાથી દૂર રહેવા પ્રયત્ન કરતા હોય છે. પરન્તુ આના કરતાં તો બીજી ઘણી (અગીયાર) હિંસાઓ છે; જે ઉત્તરોત્તર વધુ ને વધુ ભયંકર બનતી જાય છે. આ હિંસાઓની અપેક્ષાએ પશુહિંસા એ તો બહુ સામાન્ય કોટિની હિંસા ગણી શકાય. આ બાર હિંસાઓમાં છ હિંસાઓ પરહિંસા સ્વરૂપ છે. જ્યારે છેલ્લી છ હિંસાઓ સ્વહિંસા સ્વરૂપ છે. પરહિંસા કરતાં સ્વહિંસા બેશક વધુ નુકસાનકારક હોવાથી કાતીલ છે. તેમાં ય છેલ્લી સ્વરૂપહિંસા એ સર્વોત્કૃષ્ટ કાતીલ હિંસા છે. આ હિંસાની પાસે પહેલા નંબરની પ્રાણિહિંસા તો ખૂબ જ સામાન્ય કક્ષાની કહી શકાય. દરેક પરહિંસા ઉત્તરોત્તર વધુ ભયાનક છે. દરેક સ્વહિંસા પણ ઉત્તરોત્તર વધુ ભયાનક બનતી જાય છે. જો આ વાત બરાબર સમજાય નહિ તો એવું બને કે પહેલા નંબરની પ્રાણિહિંસાને ગંભીરપણે જોઈને તેને રોકવા માટે જોરદાર પ્રયત્નો કરવામાં આવે, અને તેવો માણસ તેથી પણ ભયંકર, તે પછીની હિંસાઓ આરામથી કરતો રહે. દા. ત. દેવનારના કતલખાનેથી ઢોરને છોડાવતો માણસ ઘરમાં પોતાની પત્નીને ઢોરમાર મારતો હોય, અથવા લેસરકિરણોથી ચાલતું હીરા-કાપવાનું મશીન વસાવીને બે જ માણસોથી એ કામ ચાલતાં અઠ્ઠાણું માણસોને નોકરીમાંથી રજા આપી દઈને અઠ્ઠાણું કુટુંબોનાં જીવન પાયમાલ કરી દેતો હોય, અથવા પોતાનાં બાળકોને કોન્વેન્ટમાં મોકલીને તેમના પૂર્વજન્મોના સુસંસ્કારોની કતલ કરી નાંખતો હોય અથવા કામ, ક્રોધ, અભિમાન વગેરેમાં ચકચૂર બનીને કામાન્ધ, ક્રોધાન્ધ, અભિમાનાર્ધ બનીને-પોતાના આત્માના સ્વરૂપમાં પડેલા બ્રહ્મચર્ય, ક્ષમા નમ્રતા વગેરે ગુણોની કતલ કરી નાંખતો હોય, તો તેવા માણસની દેવનારની કતલખાનાની પશુ-દયા એ બહુ વખાણવા લાયક વસ્તુ બનતી નથી. Page #5 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ વર્તમાનમાં હિંસા-અહિંસા અંગે આટલા ઊંડાણથી વિચાર કરવામાં નહિ આવતો હોવાથી ઘણી મોટી સંખ્યાના દયાપ્રેમી લોકો માત્ર પહેલી પશુદયામાં જ પોતાને ઓતપ્રોત કરતા હોય છે. આથી એ પછીની ઉત્તરોત્તર વધુ ને વધુ ભયાનક બનતી હિંસાઓ તરફ સાવ દુર્લક્ષ કરતા હોય છે; એ હિંસાઓનું બેફામપણે સેવન એ દયાપ્રેમી જીવો કરતા હોય છે. ના... એમને એ વાતની ખબર જ નથી એટલે એ બિચારા શું કરે !' એવો તેમનો બચાવ ન કરાય. (Ignorance is not excuse) વૈદ્ધિધર્મી લોકો પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાઉકાયમાં જીવ છે એ વાતને લગીર જાણતા નથી. એથી જ તેઓ તેનો બેફામ ઉપયોગ કરે છે. એટલે શું તેઓ નિર્દોષ છૂટી જઈ શકે ખરા ! સાઠ હજાર વર્ષ સુધી છઠને પારણે છઠ્ઠનું ઘોર તપ કરતો તામલી તાપસ પારણામાં લીલ જ ખાતો હતો; અરે ! લીલમાં અનંતા જીવ છે ! પણ સબૂર! તેનાં ધર્મશાસ્ત્રો એ તે વાત કરી જ નથી. પણ તેથી શું હવે તામલી તાપસ નિર્દોષ ગણાય ખરો! નાનકડું બાળક આગથી દાઝી જવાનું જાણતો નથી એટલે હવે તે આગને અડે તો શું તે નહિ દાઝે! ઝેર ખાઈ જશે તો શું તે નહિ મરે! અજ્ઞાન એ જ ગુનો છે. પ્રાણિહિંસા કરતાં વધુ ભયાનક બીજી અગીયાર હિંસાઓ છે તે અંગેનું અજ્ઞાન હોવું અને તેથી તે બધી હિંસાઓ કરવી તેથી કાંઈ અપરાધમાંથી મુક્તિ મળી શકે નહિં. દરેક મુમુક્ષુએ આ તમામ હિંસાઓનું સ્વરૂપ જાણવું જ પડે; અને તેથી મુક્ત થવું જ જોઈએ. અન્યથા-માત્ર પ્રાણિદયાથીતે કદી મોક્ષ પામી શકશે નહિ. બેશક; આવું પ્રતિપાદન કરીને પ્રાણિહિંસાને ગૌણ કરી દેવાની વાત નથી. આ હિંસા પણ કાંઈ ઓછી કાતીલ તો નથી જ. વળી પૂર્વના કાળ કરતાં આ હિંસા વર્તમાનમાં તો પ્રમાણમાં અને ક્રૂરતા ખૂબ જ વધી ગયાં છે, જેને શક્ય તેટલી વધુ રોકવી જોઈએ, આથી જ અહીં આપણે સહુ પ્રથમ પ્રાણિહિંસાને જ વિગતથી વિચારીએ. એ ઉપરથી ખ્યાલ આવશે કે વિશ્વનું ગગન પ્રાણિઓના આદ્ર-ચિત્કારોથી કેટલું બધું ઉભરાઈ ગયું છે! તેઓ કેટલી બધી તીવ્ર વેદનાઓથી કણસી રહ્યા છે ! હવે તો કદાચ, વિશ્વના કોઈ પણ જંતુને આ માનવ-રાક્ષસે છોડયું નથી. તીડ, પતંગીયાં કરચલાં વગેરેનો પણ મહાસંહાર વિવિધ કારણોસર શરૂ થઈ ગયો છે ! Page #6 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ પ્રાણિહિંસા (૧) આપણે અહીં પ્રાણિ એટલે મુખ્યત્વે માનવ સિવાયનાં આ ધરતીનાં પ્રાણિઓને લઈશું. કૂતરાં, વાંદરાં, મરઘાં, બતક વગેરે તમામ પંચેન્દ્રિય પશુ-ગણ તથા બેથી ચાર ઈન્દ્રિયોવાળાં તમામ પ્રાણિઓ અને એક ઈન્દ્રિયવાળા પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિરૂપ પ્રાણિઓ. કુરાન કહે છે; “માત્ર ઈસ્લામના અનુયાયીઓની દયા કરો. બાકીના તમામ માનવો કાફર છે; નાપાક છે. તેમને મારવામાં કોઈ પાપ નથી. તેમની મા-બહેનોનો ઉપભોગ કરવામાં કશું કુરાન-વિરુદ્ધ નથી. પશુઓનું માંસ અવશ્ય ખાઈ શકાય.” પૃથ્વી આદિમાં જીવતત્ત્વની ઈસ્લામમાં કલ્પના પણ નથી. બાઈબલ કહે છે; “તમામ માનવોની દયા કરો. તે સિવાયની તમામ જીવસૃષ્ટિનો ઉપભોગ કરો.” વેદો અને ઉપનિષદો કહે છે, “તમામ માનવોને તો ચાહો પણ ગાય વગેરે પશુઓને ય ચાહો. અરે! તુલસી, પીપળો વગેરેને પણ પ્રેમ કરો.” હા. તેઓએ પૃથ્વી, પાણી અગ્નિ અને વાયુમાં જીવ-તત્ત્વનો ઉલ્લેખ કર્યો નથી. જિનાગમો કહે છે જીવમાત્રને ચાહો. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુમાં પણ જીવ છે માટે તે જીવોની પણ રક્ષા કરો : જયણા કરો. અરે! એટલું જ શા માટે ? એ જીવોની ભીતરમાં પણ ‘શિવત્વ” પડેલું છે માટે તેમને ય નમો સિદ્ધાણં કહીને નમસ્કાર કરો. [ Revarance for Life ] એ જીવો બિચારા હોઈને માત્ર દયાપાત્ર નથી; માત્ર સ્નેહપાત્ર પણ નથી. પરન્તુ પૂજાપાત્ર છે એવું હાર્દિક રીતે સ્વીકારો. કોઈ પણ જીવની મનથી પણ હિંસા કરો નહિ. કોઈ કીડીને એના દરથી ઊંધી દિશાએ તમે વાળી દેશો તો તેને બે-ઘર કર્યાની હિંસા તમને લાગી જશે! બેશક; જૈનદર્શનમાં સંસારી અવસ્થાના જીવમાત્રને સમાન ગણીને તેમની હિંસાને સમાન ગણી નથી. જીવમાત્રની સમાનતા તો માત્ર સિદ્ધાવસ્થાના જીવોમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ જ હોય. સંસારમાં તો દરેક જીવમાં અસમાનતા જ રહેશે. શું ગરોળી અને ગાંધીજી કદી સમાન ગણી શકાય ખરા! ગાંધીજીના હત્યારાને ફાંસીની સજા થઈ, પણ શું ગરોળીના હત્યારાને ફાંસીની સજા થશે ખરી? એક લાખ ગરોળી મારી નાખે તોય કોઈ પણ દેશનો કાનૂન તેના હત્યારાને ફાંસીએ ચડાવતો નથી. કેમ? એટલા જ માટે કે તેમાં ઘણી મોટી અસમાનતા છે. ગરોળી વગેરેની પુણ્યાઈ કેટલી? એના કરતાં એક ભિખારી છોકરીની પુણ્યાઈ ઘણી વધુ ગણાય. એના કરતાં એક શ્રીમંત ઉદ્યોગપતિની પુણ્યાઈ ઘણી વધુ ગણાય. એના કરતાં ગાંધીજીની પુણ્યાઈ ખૂબ વધુ ગણાય. આમ પુણ્યાઈની તીવ્ર અસમાનતાના ધોરણે તે જીવોને “સમાન” કદી કહી શકાય નહિ... ભલે બકરી એક છે અને પાંચસો મગના દાણામાં વનસ્પતિના પાંચસો જીવ છે. છતાં મગના તે જીવો-ભેગા થઈને પણ-બકરીના જીવની ઉત્ક્રાન્તિની પુણ્યાઈને આંબી શકે તેમ નથી. આથી જ મગનું ઘણું શાક ખાનાર માણસ કરતાં એક બકરીનું માંસ ખાનાર માણસ વધુ પાપી ગણાય છે. દેવાધિદેવ ભગવાન મહાવીરદેવે જ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં જીવતત્ત્વ કહીને તે તમામની રક્ષા કરવાનું અઢી હજાર વર્ષો પૂર્વે જે કહ્યું છે તે આજના પર્યાવરણની રક્ષાની હોહા મચાવતા યુગમાં કેટલું બધું સાર્થક અને યથાર્થ બની ગયું છે! પરમાત્માએ કહ્યું કે, “પૃથ્વીમાં જીવ છે. તેને ખોદો નહિ : હણી નાંખો નહિ.” આજે ફર્ટિલાઈઝરો, ટ્રેકટરો, ઉદ્યોગો વગેરે દ્વારા તથા ખનિજ સંપત્તિઓને પૃથ્વીમાંથી બહાર કાઢવા માટે પૃથ્વી ઉપર કરાતા બળાત્કાર દ્વારા પૃથ્વી-તત્ત્વને કેટલું બધુંઅક્ષમ્યનુકસાન પહોંચાડાઈ રહ્યું છે! પરમાત્માએ કહ્યું, “પાણીમાં જીવ છે. તેનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરીને તેની રક્ષા કરો. પાણીને ઘીની જેમ વાપરો.” પૂર્વે તો કોસથી પાણી ખેંચાતું એટલે આજની જેમ ટયૂબ-વેલોથી પાતાળ-જલભંડાર ખાલી થઈ જતો નહિ; વળી કૂવે પાણી ભરવા જવું પડતું એટલે ઘરમાં પેઠેલા નળોની જેમ જળનો બેફામ ઉપયોગ થઈ શકતો નહિ. આવી અનેક વ્યવસ્થાઓને લીધે પાણી સહજ રીતે વધુ વેડફાતું નહિ. એમાં વળી આ ધર્મબુદ્ધિ જોડાતાં તેનો દુરુપયોગ ઘણો ઓછો થઈ જતો. આજે તો પાણીના બેફામ વપરાશે પાણીનો ય દુકાળો સર્યો છે. પૂર્વે અન્નનો જ Page #8 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ મોટા ભાગે દુકાળો પડતા. જળભંડારોને તો વનો અને વૃક્ષોનાં ધરતીમાં અડાબીડ ફેલાયાલાં મૂળીયાઓ જ સમુદ્રમાં ધસી જતાં અટકાવી દેતા. વળી નદીઓ વગેરેના પાણીમાં ફેકટરીઓ વગેરેના જે કચરાઓ ઠલવાય છે તે એટલા જલદ હોય છે કે પાણીને પ્રદૂષિત કરીને નિર્મળપીવાલાયક રહેવા દેતા નથી. એ કચરાથી પણ પાણીના જીવોની પુષ્કળ હિંસા થાય છે, આમ નથી બચતા પાણીના જીવો, નથી બચતા તરસ્યા માણસો..... બિચારા તેય પ્રદૂષિત પાણીથી મોતને બોલાવી લેતા હોય છે. પરમાત્માએ કહ્યું કે, “અગ્નિમાં જીવ છે. તેની હિંસા ન કરો, તેનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરો.” ભૂતકાળમાં દીવાઓ બળતા. એના પ્રકાશથી જરૂરી કામ રાતના સમયે કરી લેવાતું. આજે ઇલેક્ટ્રીક ઉત્પન્ન થઈ તેથી તેનો દિન-રાત ચોવીસ કલાક બેફામ ઉપયોગ થયો. આખું ભારત ઋષિપ્રધાન અને કૃષિપ્રધાન મટીને ઉદ્યોગ-પ્રધાન બની ગયું. આ ઉદ્યોગોએ માનવજાતનું કેટલું મોટું નિકંદન કાઢી નાંખ્યું છે તે આપણે “માનવહિંસા'ના પ્રકરણમાં જોઈશું. અહીં આપણે એટલું જ નક્કી કરવું છે કે ઉદ્યોગોમાં તેજસ્કાય (અગ્નિ-જીવતત્ત્વ)ની અતિ ઘોર હિંસા થઈ છે. જો આપણે પરમાત્માના કથન મુજબ આ હિંસા અટકાવવા માટે તૈયાર હોત તો ઉદ્યોગ દ્વારા થયેલી ભારત-દેશની મહાપ્રજાની બરબાદી કદી થાત નહિ. અગ્નિના સૂક્ષ્મ જીવો બચી જવા દ્વારા આર્યદેશના માનવ જેવી આખી મહાપ્રજા મોતના મુખમાં ધકેલાતી બચી જાત. તેજસ્કાયના બેફામ ઉપયોગને કારણે આખી માનવપ્રજા વિજ્ઞાનમાં અનેક સાધનોનું પરાવલંબન ભોગવી રહી છે. તે સાધનોની ગુલામ બની છે. તે ગુલામીથી માનવપ્રજા પારાવર મુસીબતો વેઠી રહી છે. પૂર્વે કોસ અને કૂવા! ત્યાં તેજસ્કાયની કોઈ બેટરી ન હતી કે ઈલેક્ટ્રીક ન હતી. આજની આખી ખેતી તેજસ્કાય-પરાધીન બનીને પરાવલંબી બની. જરાક ક્યાંક કશુંક ખોટવાયું; ક્યાંક કોકને ખોટું લાગ્યું કે ઝટ તેજસ્કાયનો પુરવઠો બંધ થાય અને તેની સાથે આખું જીવન અંધકારમય બની જાય. પૂર્વે આવું કશું ન હતું. ખેડૂત તો ધરતીનો તાત(બાપ) કહેવાતો, એ બધી વાતે સ્વાવલંબી હોવાથી સાચા અર્થમાં એ તાત હતો. આજે એ તાત બની ગયો છે; બેહાલ! પાયમાલ! કંગાળ! ભિખારી! આ બધાની પાછળ તેજસ્કાયની બેફામ બનેલી ઘોર હિંસા જ કારણભૂત છે. પરમાત્માએ કહ્યું કે “વાયુકાયમાં જીવ છે. તેની હિંસા ન કરો.” આજે તો Page #9 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ વાયુમાં એટલાં બધાં ઝેરી અને જલદ પ્રદૂષણો વ્યાપી ગયો છે કે તેણે વાયુના જીવોને તો ખતમ કર્યા પણ વાયુ (શ્વાસોચ્છવાસ) પ્રદૂષિત થતાં માનવોને ય રોગિષ્ટ બનાવીને મારવાનું કામ શરૂ કર્યું. “ગેસ' વગેરે પ્રકારના અનેક વાયુઓના વપરાશથી પણ વાયુકાયની પુષ્કળ હિંસા થઈ રહી છે! જો પ્રભુના વચન પ્રમાણે વાયુના જીવોની હિંસા થવા દીધી ન હોત તો માનવજાત પણ તેનાં પ્રદૂષણથી મોતને વરત નહિ. પરમાત્માએ વનસ્પતિમાં જીવ-તત્ત્વની વાત કરી કે પાંદડે પાંદડે જીવ છે. વૃક્ષમાં જીવ છે. ઘાસ વગેરેમાં જીવ છે. પાંદડું પણ કોઈ તોડજો મા! ઘાસ ઉપર ચાલજો મા ! કહેવાય છે કે જંગલો કપાવાથી વરસાદ આવતો નથી. દુષ્કાળ પડવાથી લાખો પશુઓ મરે છે; માનવજાતને પણ પારાવાર નુકસાન થાય છે. જો પાંદડું પણ તોડવાની વાત જ ન હોત તો! જો વૃક્ષો અને જંગલો કપાતાં જ ન હોત તો ! શું આ દુષ્કાળનો પ્રશ્ન ઊભો થાત ખરો ? પરમાત્મા કહે છે કે નાનામાં નાના કથુઆથી માંડીને મોટામાં મોટા હાથીમાં જીવ છે. કોઈનેય હણજો મા. જો પશુઓ છે તો માનવો છે. કેમકે પશુઓના છાણમૂતર વગેરે ખેતીનું ખાતર બને છે. તેમાં પુષ્કળ ઊર્જા છે. વસૂકી ગએલી ગાય કે બુટ્ટું થએલું ઢોર પણ વરસે હજારો રૂપિયાનું ખાતર આપતું હોવાથી તેઓ કોઈ નકામું નથી. પર્યાવરણ એટલે કુદરત. કુદરત એટલે પૃથ્વી, વનસ્પતિ આદિ અને પશુઓ. પર્યાવરણની રક્ષા કરવા માટે હવે આખું વિશ્વ દેકારો મચાવે છે; કેમકે ઉદ્યોગીકરણની ધૂનમાં પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચ્યું છે એમ કહેવાય છે. આથી ઓઝોનમાં ગાબડું પડયું છે. જો ગાબડામાંથી સૂર્ય પોતાની ગરમી વધુ પ્રમાણમાં જવા દેશે તો હિમાલય ઓગળવા લાગશે. તેમ થતાં નદીઓમાં પૂર આવશે. એથી માનવજાતને પુષ્કળ નુકસાન થશે. જો વૃક્ષો કપાઈ જાય; જંગલો કપાઈ જાય તો વરસાદ આવતો અટકી પડશે. વળી માનવોને શ્વાસોચ્છવાસ લેવાનું મુશ્કેલ બનશે. કેમકે તેનું કાર્બન ડાયોક્સાઈડ નામનું ઝેર પી જનાર વનસ્પતિ સિવાય બીજું કોઈ નથી. આવાં તો અગણિત નુકસાનો વનસ્પતિની અને પશુની દુનિયા ખતમ થતાં ગણાવાય છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦ બાર પ્રકારની હિંસાઓ પરમાત્મા મહાવીરદેવ પર્યાવરણના પરમપિતા હતા એમ કહીએ તો જરાય ખોટું નથી. વર્તમાનમાં પણ તેમનો મુનિસંઘ પર્યાવરણને જરાક પણ નુકસાન થવા દેતો નથી. નદીનાં વહી જતાં જળમાંથી ખોબો પાણી તે લેતો નથી. પાંદડું કદી તોડતો નથી. ઘાસને તે કચરતો નથી. બકરીનો ય કાન તે આમળતો નથી. પંખીઓને તે કદી પકડીને પીંજરે પૂરતો નથી. જૈન-મુનિ એ પાઁવરણનું બીજું નામ છે. જૈન-મુનિ એ કુદરતનું સંતાન છે. તે કુદરતમાં જ જીવે છે. કૃત્રિમ કશુંય તેને ખપતું નથી. પંખાની પાંખોથી પવનને તે મેળવતો નથી; અરે! વીંઝણો કે હાથ હલાવીને પણ પવનને તે પામતો નથી. જે કુદરતી પવન-એની મેળે મળે તે જ એ લે છે. તેમાં જ એ જીવે છે. દીવો કદી સળગાવતો નથી. અંધકારની ઓથ લઈને, આંખનેય મીંચી દઈને તે આતમનાં દર્શન કરવામાં લીન-તલ્લીન, રાતે બની જાય છે યા ઊંઘી જાય છે. કોઈ પણ વાહનમાં તે બેસતો નથી. તેને તેલ, ડીઝલ, પેટ્રોલની કોઈ પણ ઊથલપાથલ કદી રૂકાવટ પેદા કરી શકતી નથી. ખુલ્લા પગે, ખુલ્લી ધરતીની ધૂળ ઉપ૨ તે ચાલે છે, તેને જોડા ન ખપે. ચમાર પણ ન ખપે. તેનાં વસ્ત્રોને સિલાઈ ન ખપે. તેને દરજી પણ ન ખપે. અઢારે વરણ વિના એ સદાબહાર જીવન જીવે છે. પાંચકાની પણ જરૂર વિના તે આખું જીવન બાદશાહનો બાદશાહ બનીને રહે છે ! પરમાત્માની વાણીને એણે જ પૂરા સ્વરૂપમાં આજે પણ જાળવી રાખી છે. દેવાધિદેવ ભગવાન મહાવીરદેવે આવી સૂક્ષ્મ અહિંસાનું જગતને પ્રતિદાન કર્યું, માટે જ ભારતના અન્ય ધર્મોના અનુયાયીઓ કરતાં ખૂબ જ સૂક્ષ્મ રીતે જૈનધર્મના અનુયાયીઓ અહિંસાનું-જીવદયાનું-પાલન કરતા આજે પણ જોવા મળે છે. દુષ્કાળના સમયમાં કરોડો રૂપીઆનું દાન કરીને તેઓ જ પશુરક્ષા, માનવદયા વગેરે કામો કરતા જોવા મળે છે, અન્ય ધર્મોના અનુયાયીઓ જરાક પણ હિચકિચાટ વિના આ Page #11 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ વાતનો સ્વીકાર કરે છે. પ્રાણીમાત્ર ઉપરની દયાના પરિણામને કારણે જેનકોમનું પુણ્ય ઠીક ઠીક પ્રમાણમાં વધ્યું છે, આજે તેઓ અનેક રીતે સુખી જોવા મળે છે. તમામ તારક તીર્થંકરદેવોની માતા કરુણા છે, વિશ્વમાત્રના સર્વ જીવોને સઘળાં દુઃખો અને સઘળા દોષોમાંથી સર્વથા છોડાવી દેવાની કરુણ ભાવના તેઓએ છેલ્લેથી ત્રીજા ભવમાં ભાવી માટે જ તેઓ છેલ્લા ભવમાં તીર્થકર બન્યા હતા. જો એ ભગવાન આપણને વહાલા હોય તો ભગવાનને જે વહાલા હતા તે જીવમાત્ર આપણને વહાલા થવા જ જોઈએ. ટૂંકમાં જે ભગવાનનો ભક્ત હોય તે જીવમાત્રનો મિત્ર હોય જ; અન્યથા તે સાચો ભક્ત જ ન કહેવાય. પોતાનો કરુણાગુણ વિકાસ પામે તે માટે જ જેનો અબોલ પશુઓનું પાલન કરતા અને તેમની બધી વાતે માવજત કરતા. હા, તેથી પશુપાલન જરૂર થતું; પરન્તુ તેના દ્વારા કરુણાગુણનો વિકાસ પણ થતો. જેન કુટુંબના વડીલ જંગલમાં શૌચાદિ માટે જતા તો સાકરનું પડીકું સાથે લઈને જતા. જ્યાં કીડીઆરું મળે ત્યાં સાકર વેરતા. ઘરનો દીકરો ચબૂતરે ચડીને ત્યાં પાલી-બે પાલી દાણા નીરતો; જેને સેંકડો કબૂતરો વગેરે ચણી જતાં. ઘરની સ્ત્રી રસોઈ શરૂ કરતાં સૌ પ્રથમ જાડો રોટલો તૈયાર કરતી અને કૂતરાં ભેગાં કરીને તેમને ટુકડા નાંખી દેતી. ઘરની વહુ ગોચરે જઈને ગાયોને લીલું ઘાસ નીરતી અને યથાશક્તિ ગોળ ખવડાવતી. જેનો દ્વારા ચાલતી પાંજરાપોળોમાં માત્ર ગાયો નહિ; ભૂંડ, સાપ, પાડા અરે ! માંકડ, જૂ વગેરેનું પણ જતન થતું. એમના માટેના ખાસ ખાસ ડબ્બા લઈને માણસ ગામમાં ફરતો અને ઘરમાં ભેગા કરાયેલા તે બધા જીવોને તેમાં લઈને પાંજરાપોળે પાછો ફરતો. ગરીબોની દુવા મેળવવા માટે; તેઓ ધર્મપ્રશંસા કરીને પુષ્કળ પુણ્ય ભેગું કરીને તેમની ગરીબી દૂર કરે તે માટે જૈનોના કોઈ પણ ધાર્મિક વરઘોડા વગેરે આયોજનોમાં ગરીબોની અનુકમ્પાને અચૂક જોડવામાં આવતી. પરમાત્મા આદિનાથનો જીવ પૂર્વભવમાં જીવાનંદ વેદ્ય હતો. તે વખતે જેની સાતેય ધાતુમાં જીવાતો પ્રસરી ગઈ હતી તેવા એક સાધુની તેણે સેવા એવી રીતે કરી હતી કે તમામ જીવાતોને પણ જીવતી રાખી હતી. પરમાત્મા નેમિનાથ લગ્નના વરઘોડેથી પાછા ફરી ગયા હતા અને દીક્ષાના Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બાર પ્રકારની હિંસાઓ માર્ગે વળ્યા હતા; કેમકે સસરા-પક્ષે પોતાનો ત્યાં અતિથિ બનનારા અજૈન ક્ષત્રિયરાજાઓને માંસ-ભોજન કરાવવા માટે જે પશુઓને પકડયાં હતાં, તેમનો ચિત્કાર સાંભળી તેઓ દ્રવિત બની ગયા હતા. પરમાત્મા શાન્તિનાથે રાજા તરીકેના ગૃહસ્થ-જીવનમાં શરણે આવેલા પારેવાના બદલામાં પોતાનું તમામ માંસ પારધિને આપી દેવાની તૈયારી કરી દીધી હતી ! પરમાત્મા મહાવીરદેવે ગરીબ બ્રાહ્મણની આજીજી સામે કરુણાર્દ્ર બનીને પોતાનું વસ્ત્ર આપી દીધું હતું. અત્યન્ત માંસપ્રિય ગૂર્જરેશ્વર કુમારપાળ અને બાદશાહ અકબર જ્યારે જીવદયાના પ્રેમી બન્યા ત્યારે તેમણે પ્રાણિરક્ષાના વિષયમાં જબરો ઇતિહાસસર્જી નાંખ્યો હતો ! મહાભારતના ભીષ્મ તેમના યૌવનકાળમાં પોતાની હકૂમતના પ્રદેશમાં એક પાંદડું પણ કોઈને તોડવા દેતા નહિ. પશુહિંસાની તો વાત જ ન હતી. એક તેતરની રક્ષા ખાતરના ધીંગાણામાં ચોસઠ માણસોનું આખું કુટુંબ હોમાઈ ગયાનો ઈતિહાસ આ ભારતવર્ષમાં જ સર્જાઈ શકે ! વનસ્પતિમાં જીવતત્ત્વની કલ્પના થતાં, કુહાડી મારતાં ધ્રૂજી ઊઠે તેવો રામતીર્થ આ ભારતવર્ષમાં જ પેદા થઈ શકે! રસૂલ નામનો મુસ્લિમ છોકરો આ ભારતમાં જ પેદા થઈ શકે જે પિતાની આજ્ઞાથી પહેલી વાર બકરી ઈદના દિવસે બકરીને હલાલ કરતા ધ્રૂજી ઊઠયો અને તે બાબત ઉપર પિતાનું ઘર તો ત્યાગ્યું પણ ઈસ્લામ-ધર્મનોય ત્યાગ કરી દીધો ! જેમણે જીવનમાં ‘અહિંસા’ને પ્રતિષ્ઠિત ક૨ી તે તમામ તારક તીર્થંકરદેવોના સમવસરણમાં જાતિવૈરવાળા ઉંદર-બિલાડી, સાપ-નોળીયો વગેરે જીવો મૈત્રીપૂર્ણભાવથી સાથે બેસતા; ગેલ કરતા. આની આછી છાંટ રમણ મહર્ષિમાં, બળદેવ-મુનિમાં પણ જોવા મળતી હતી. ઉદેપુરના મંત્રીએ રાજાના પાળેલા હિંસક સિંહને અહિંસક બનાવી દઈને રોજ દૂધપાક-પૂરી વગેરે જમતો કરી દીધો હતો! અમેરિકાના પ્રેસીડન્ટ લિંકન કાદવમાં ખૂંપી ગયેલા ડુક્કરના દુઃખે જાતે દુ:ખમય બની ગયા હતા ! સન્ત ફ્રાન્સીસે વિકરાળ વરુને ભેટી પડીને શાન્ત પાડી દીધું હતું ! રશિયાના ચેખોવ, બીજાને પડતો માર જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા ! પરદેશોમાં આવા કિસ્સાઓ બન્યા તે તો ખરેખર વિરલ વાતો કહેવાય. Page #13 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ પૂર્વે માંસપ્રિય મેનકા ગાંધી આજની તારીખમાં એવાં તો જીવદયાપ્રેમી બની ગયાં છે કે પોતાના બંગલાની લોનને કાપતાં નથી; પાંદડું પણ તોડતાં નથી. મોટા કામ માટે જતાં જો રસ્તામાં કોઈ પીડાતું, રિબાતું પશુ જોવા મળે તો કામ પડતું મૂકીને તેની સેવામાં સ્વયં ઓતપ્રોત બની ગયા વિના રહેતાં નથી. માનો કે ન માનો, તારક તીર્થંકરદેવોની કરુણાની અને પ્રાણિમાત્ર ઉપર દયાના ઉપદેશની જ આ બધી અસરો છે. હાય! આ અસરો હવે જાણે નષ્ટપ્રાયઃ થઈ ગઈ હોય તેવું ચારે બાજુ કેમ જોવા મળે છે ? સમગ્ર વિશ્વમાં પ્રાણિઓ ઉપર ક્રૂર અત્યાચાર વગેરે કેમ થઈ રહ્યા હશે! અમેરિકામાં સૌથી વધુ ભયાનક અત્યાચાર વગેરે. કેમ થઈ રહ્યો છે. બીજો નંબર ચીનનો છે; ત્યાં સાપ વગેરે પ્રાણિઓને કાચા ને કાચા ખાઈ જઈને પેટમાં પધરાવી દેવામાં આવે છે. આ ક્રૂર પવન ભારતમાં પણ પ્રસર્યો છે. તીડનાં અથાણાં, સાપના સૂપ, પતંગીયાંની ચટણી, કરચલાનાં શાક વગેરે શબ્દોની લાંબી હાર ઊભી થઈ છે! જેમને સાંભળવાં પણ મુશ્કેલ છે. ભારતમાં મુંબઈના દેવનારના કતલખાનાને ક્યાંય ટક્કર મારી દે તેવાં અત્યાધુનિક કતલખાનાઓ ઠેર ઠેર ઊભાં થવા લાગ્યાં છે. માંસની નિકાસ કરીને હૂંડિયામણ કમાવા માટેનાં ખાસ કતલખાનાં પણ હવે તો ઊભાં થઈ રહ્યાં છે! આ કામ ભૂતકાળમાં કસાઈ કામ કરતી હતી, હવે આ કામ સરકારી સ્તરે થવા લાગ્યું છે. સરકારના હાથ હંમેશ મોટા હોય તેથી કતલનું પ્રમાણ અત્યંત વધી ગયું છે. દરેક મોટા કતલખાનામાં છ થી દસ હજાર નાનાં-મોટાં પશુઓની કતલ કરી દેવામાં આવે છે. આથી પશુઓ ખૂટવા લાગ્યાં છે એટલે કતલખાનાને પશુઓનો પુરવઠો સતત મળતો રહે તે આ બધાં માંસ-પશુ (દૂધ-પશુ નહિ) હોય છે. આ પશુઓને પેદા કરવા માટે હોર્મોનના જે ઈજેકશન અપાય છે તેનાથી ઉંદર કૂતરા જેટલો મોટો બની જાય છે; અને કૂતરો ઘોડા જેટલો મોટો બને છે. ગાય હાથી જેવડી થાય છે, આમ પુષ્કળ માંસ તેમાંથી પ્રાપ્ત થાય છે. જો આમ ચાલે તો માંસનું ઉત્પાદન સદા માટે બની જાય; અને તે પણ વધતું જ રહે. બીજી બાજુ સસલાં, મરઘાં, બતકો, રેશમ માટેના કોશેટાઓ, ભૂંડ-ઉછેર વગેરેનો ગૃહઉદ્યોગ ભારત-સરકારે મોટા પ્રમાણમાં વિકસાવ્યો છે. ગરીબ લોકોને આ રીતે સહાયક બનવાના દેખાવ નીચે સરકારે ગરીબોને માંસાહાર તરફ વાળી દેવાનું શરૂ કર્યું છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ખેતી મોંઘીદાટ થઈ છે એટલે હવે ખેડૂતો આ સરકારી-લાલચ તરફ વળવા પણ લાગ્યા છે. જો આમ થશે તો દરેક ખેતર-ભૂંડ, મરઘા વગેરેનું કતલખાનું બનશે. દરેક ખેડૂત કસાઈ બનશે. કેટલાંક ખેતરોને ઊંડા ખોદી નાખીને તેમાં વરસાદી પાણી ભરી દઈને તેમને તળાવ બનાવી દેવાશે. તેમાં ઝીંગા વગેરે માછલીઓનું બિયારણ નાંખીને મત્સ્યોદ્યોગ વિકસાવાશે. આમ થશે તો દરેક ખેતર તળાવ બનશે. દરેક ખેડૂત માછીમાર થશે. સરકાર જાહેર કરવાની તૈયારીમાં છે કે જો ખેડૂતોને ખેતી મોંઘીદાટ બની ગઈ હોય (જાણીબૂઝીને સરકારે જ મોંઘીદાટ બનાવી છે.) તો ખેડૂતો કાં કસાઈ બને; કાં માછીમાર બને. દેખાતાં કતલખાનાંઓને ક્યાંય ટક્કર મારે તેવાં આ ખેતરોમાં કતલખાનાં બની જશે. એકલા દેવનારના કતલખાનામાં વર્ષે એક લાખ બળદો, એંસી હજાર ભેંસો અને પચીસ હજાર ઘેંટા-બકરાંની કતલ થાય છે. તેમ કરીને ચાર કરોડ રૂપિયાની આવક ઊભી કરવા જતાં અને ૧૫૧૦ કર્મચારીઓને રોજી આપવા જતાં રાષ્ટ્રની ૨૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનો કાયમી નાશ થાય છે. ગામડાંના એક લાખ માણસો બેકાર થઈ જાય છે. ખરેખર તો પશુઓમાં કરવામાં આવતું મૂડીરોકણ વિશેષ નફાકારક અને ખેડૂતોને સ્વાવલંબી બનાવનારું હોય છે. દેવનારમાં થતી બળદ અને ભેંસોની વાર્ષિક કતલ દ્વારા સાઠ કરોડ રૂપિયાની રાષ્ટ્રીય સંપત્તિનો નાશ થાય છે. બકરાની કતલ સામે દર વર્ષે - એકસો પચીસ કરોડ રૂપિયાની મૂડી નાશ પામે, આવા પશુ-સંહારથી ગામડાંઓ ભાંગી રહ્યાં છે; લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈને શહેરોમાં ઠલવાઈ રહ્યા છે. આ કેવું હાસ્યાસ્પદ છે કે દેવનાર દ્વારા ૧૫૧૦ માણસોને રોજી! અને તેની સામે એક લાખ માણસો દર વર્ષે રોજી-વિહીન! જો આ બેફામ કતલને નહિ રોકાય તો કરોડો ખેડૂતો અને પશુપાલકો બેકાર બની જશે. એક અંદાજ મુજબ ભારતના સમગ્ર પશુધનની બજાર કિંમત ૪૦,૦૦૦ કરોડ રૂપિયા છે. આ પશુઓ વર્ષે ૪ કરોડ ટન દૂધ અને એક અબજ ટન છાણ આપે છે. દેશના ૧૯.૪ કરોડ ગાય-બળદ અને ૭ કરોડ ભેંસ મળીને ૪ કરોડ હોર્સપાવર જેટલી ઊર્જા પેદા કરે છે. આ દેશની કુલ ઊર્જાના ઉત્પાદનના આ ૬૬ ટકા થાય છે. આની સામે કોલસો અને પેટ્રોલિયમ જેવાં પરંપરાગત સાધનોમાંથી માત્ર ૧૪ ટકા ઊર્જા મળે છે. જો પશુધનનું જતન કરાય તો પેટ્રોલિયમ અને રાસાયણિક ખાતર પાછળ વેડફાતું Page #15 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ અબજો રૂપિયાનું હૂંડિયામણ બચાવી શકાય. પશુઓના છાણમાંથી જે બળતણ મળે છે તેની કિંમત ૩.૫ કરોડ ટન કોલસા કે ૬.૮ કરોડ ટન લાકડા બરોબર હોય છે. પશુઓનું છાણ દુર્લભ બનતાં બળતણ માટે જંગલો કપાય છે અને પર્યાવરણીય કટોકટી પેદા થાય છે. પશ્ચિમી પદ્ધતિના શોષક અર્થતંત્રને કારણે દેશનું પશુધન ભારે કફોડી સ્થિતિમાં મુકાયું છે. ક્રૂરતાભર્યા મોત અને રમતો વિશ્વભરમાં પશુઓની કતલો તો ખૂબ થવા લાગી છે પણ એ કતલોમાં ય ભયંકર રિબામણ હોય છે અને કારમી ક્રૂરતા હોય છે. એ રીતે પશુઓની વચ્ચે સ્પર્ધાઓ કે રમતોનાં જે આયોજનો થાય છે એમાં પણ એમની ઉપર અતિ ભારે નિર્દયતા દાખવવામાં આવે છે. જન્મભૂમિ તા. ૧૪-૩-૮૭ ના દૈનિકમાં આ અંગે લેખ પ્રગટ થયો છે, જે અક્ષરશઃ અહીં મૂકું છું. સમૂહ નિર્દયતાની કિંમત એક દિવસ ચૂકવવી પડશે ગયા મહિને મારે દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે વસેલા એક ગામમાં જવાનું થયું. ગામની વસતિના પ્રમાણમાં ખૂબ મોટી કહી શકાય એવી સરસ મજાની હોટલમાં હું ઊતર્યો હતો. બપોરે મુંબઈથી બિનશાકાહારી પ્રવાસીઓની એક મોટી ટુકડી અચાનક આવી. એને માટે વ્યવસ્થા કરવા હૉટલના માલિક અને એમની પત્નીએ દોડાદોડ કરી મૂકી. મારા કમરાની આગાસી ઉપર ઊભો રહી હું બધી ધમાલ જોતો હતો, ત્યાં કમરાના પાછળ ભાગમાં કંઈક વિચિત્ર અવાજ મને સંભળાયો. હું કમરાની એ દિશાની બારીએ ગયો અને નીચે કમ્પાઉન્ડમાં નજર કરી તો હું સ્તબ્ધ બની ગયો. પ્રવાસીઓના જમવાની વ્યવસ્થા તો કરવી જ પડે. એ માટે નોકરો મરઘીઓને કાપી રહ્યા હતા. ચીકન મસાલા”, “ચીકન ફ્રાય”, “ચીકન મખ્ખનવાલા” વગેરે “ડિલિશિયસ ડિશિસ' માટે મરઘીઓ તો કાપવી જ પડે પણ હોટલના બે નોકરો જે રીતે આ કામ કરી રહ્યા હતા એ નિહાળી મને તમ્મર આવી ગયાં બન્ને પગો બાંધેલી મરઘીઓનો એક ઢગ ખડકાયો હતો. એક નોકર એક મરઘીને ઊંચકી બીજાને આપે. બીજો મરઘીના ગળા ઉપર છરી ફેરવી થોડેક દૂર ફેંકી દે. Page #16 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ બપોર થઈ ગયેલી, ભોજન બનાવવાની ઉતાવળ હતી, એટલે છરી મરઘીની નાજુક ડોક ઉપર સંપૂર્ણ રીતે ન ફેરવે-પરિણામે એ બિચારી પાંખો ફફડાવી બંધાયેલા પગે પણ વેદનાના બે-ત્રણ ફૂટ ઊંચા કૂદકા મારે. પેલો પછી બીજી મરઘી લે, ત્રીજી લે, ને આ જ રીતે કાપી ફેંકતો જાય. આમ કમ્પાઉન્ડમાં આ બે નોકરોની આજુબાજુ છ-સાત મરઘીઓ તરફડતી હતી. મેં આ બન્નેને બૂમ પાડી કહ્યું કે ભાઈ, છરી પૂરી તાકાતથી ફેરવી મરઘીને એક ઝાટકે કાપી નાખ ને, શા માટે બિચારીઓને રિબાવે છે? પેલો કહે ટાઈમ નથી ને આટલી બધી મરઘીઓ કાપવાની છે. મરઘીઓ થોડી મિનિટ તરફડીને મરી જતી હશે અને સૌથી કરૂણ વાત શું હતી, ખબર છે? પોતાની બહેનોની આ કરપીણ દશા જોઈ જેમની વારી આવી ન હતી, એ મરઘીઓ પોતાના ઢગલામાં એકદમ શાંત ને સ્થિર બની ગયેલી હતી. જાણે મરેલી મરઘીઓનો એ ઢગ હતો; પણ પેલો નોકર એમાંથી જેને ઊચકે એ બિચારી ‘કક' એવી બૂમ પાડી એના હાથમાં જ પાંખો ફફડાવી કાંઈ તરફડે ! બિચારીઓને જીવવાનો તો અધિકાર નહિ, યાતના ખમ્યા વગર એક ઝટકે મરવાનો હક્ક પણ નહિ! માનવીની પશુપંખીઓ પ્રત્યેની આ કેવી ભીષણ નિર્દયતા! હું નાનો હતો ત્યારે અમારા ગામમાં કાળાં ડુક્કરો ખૂબ હતાં. એક દિવસ નદીકિનારે મિત્રો સાથે ફરવા ગયેલો. પાંચ-છ માણસો ડુક્કરો પકડવા નીકળેલા. એક ડુક્કરને લક્ષ્ય બનાવી એની પાછળ ચાર-પાંચ માણસો હાકોટા પાડતા દોડે ને એવી વાડીમાં લઈ જાય જેમાંથી બહાર આવવાનો એક જ સાંકડો રસ્તો હોય. ડુક્કર વાડીમાં ઘૂસે કે તેઓ પાછળ દોડો દિશા બદલી એને વાડીની બહાર દોડાવે. સાંકડા દરવાજા પર દોરીની જાળ સાથે લાકડે બાંધેલી મજબૂત દોરીની જાળ બિછાવે. ડુક્કર જાળમાં ભેરવાઈ જાય કે એને પકડી લે. અમે બેઠા હતા ત્યાં આ લોકો એક ડુક્કરને પકડી લાવ્યા. અમને કહે, છોકરાઓ, ઘરે હાલતા થાઓ. સો ડુક્કરો ખાઈખાઈને અલમસ્ત થયેલા. અમે સાત-આઠ વર્ષના. અમારે જવું જ પડયું. ઘરે આવી મેં મારા મોટા ભાઈને આ વાત કરી. એ કહે સારું થયું તમે ચાલી આવ્યા. કેમ? તો કહે, એ લોકો આ ડુક્કર મારે એ આપણે જોઈ જ ન શકીએ અને કેવી નિર્દય રીતે મારે, ખબર છે? લખતાં કંપારી છૂટે છે. બેસહારા આ જાનવરને થોડા માણસો પકડી રાખે અને પછી ગરમ, ધગધગતો, લાલચોળ સળિયો એની પૂંઠમાં ઘુસાડી દે. કેમ? તો કહે એને કાપે તો લોહી વહી જાય ને એનું માસ નબળું પડી જાય. Page #17 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૭ માનવીની આ દુનિયામાં માત્ર ‘સ્પોર્ટ્સને ખાતર, રમતગમતને ખાતર, પશુપંખીઓ ઉપ૨ યાતના ઠેકઠેકાણે ગુજારવામાં આવે છે. આપણે ત્યાં અને યુરોપ દક્ષિણ અમેરિકાના દેશોમાં બે મરઘાઓના નખ ઉપર લોખંડના તીક્ષ્ણ ન્યોર બેસાડી એમની સાઠમારી યોજાય છે, જે એક મરઘો મરી જાય ત્યાં સુધી ચાલે છે. ઈંગ્લેન્ડનો ‘ફોક્ષ હંટિંગ સ્પોર્ટ્સ’ પણ અમાનવીય જ છે ને ! (મજૂર પક્ષે જાહેર કર્યું છે. એ સત્તામાં આવશે ત્યારે એના પર પ્રતિબંધ મૂકશે.) સ્પેનની ‘બુલ ફાઈટ’ શું છે ? ‘મૅટાડોર’ આખલાને રિબાવી રિબાવીને મારે અને આખું સ્ટેડિયમ હર્ષની ચીસો પાડે. પુરાણા રોમમાં ગ્લેડીએટરોની રમતગમત યોજાતી, જેમાં પ્રેક્ષકો સામે બે ગ્લેડીએટરો જ્યાંસુધી એક મોતને ધામ ન પહોંચે ત્યાંસુધી મરાયા જ કરે. આપણે એને અસંસ્કૃત અને જંગલી કહીએ છીએ. પરંતુ આ બુલ-ફાઈટ શું સંસ્કૃત છે ? આમ પણ સ્પેનમાં ધાર્મિક-સામાજિક મહોત્સવોમાં પશુપંખીઓ ઉપર અમાનુષી અત્યાચારો ગુજારવાની પરંપરા છે, જે હજી જીવંત જ છે. બૅરી ટ્રેસી નામના બ્રિટિશ નાગરિક ‘મહોત્સવોનો દેશ'' ગણાતા સ્પેનમાં એના વિવિધ પ્રાંતોના અનેક મહોત્સવો (ફેસ્ટિવલ્સ)નો અભ્યાસ કરવા ત્યાં પાંચ વર્ષ ગાળી ગયે મહિને જ બ્રિટન પાછા ફર્યાં. લંડનના ‘સન્ડે ઑબ્ઝર્વર’માં એમણે ત્યાં શું જોયું એનો ઊડતો ચિતાર પ્રગટ થયો છે. આપણે માની ન શકીએ એવી આ વાતો છે, પણ કમનસીબે એ હકીકતો છે. આ સમૂહ નિર્દયતાનાં થોડાંક દષ્ટાંત જોઈએ. મરઘાં, ટર્કી વગેરે પ્રાણીઓને મેદાનમાં છોડી મૂકવામાં આવે અને આંખે પાટા બાંધી એમને દંડા મારી મારીને ખતમ કરવાની હરીફો રમત રમે. ગામના મુખ્ય ચોકમાં હંસને હવામાંથી અધ્ધર લટકાવાય અને ઘોડેસવારો પૂરપાટ ઘોડા દોડાવી એની જીવતી ડૉક ખેંચી કાઢવાની રમત રમે. દક્ષિણ સ્પેનના લાનોસ ડ લા ક્રુઝ પ્રદેશમાં સસલાં, કબૂતર, મરઘી, બતક વગેરેને એક મંચ પર બાંધી રખાય અને પછી એને પથ્થરો મારી ખતમ કરવામાં આવે. ગુવાડાલાજો૨ા પ્રાંતમાં એક મહોત્સવ દરમિયાન તગડી ગાયને મારીને દોડાવાય અને એની પાછળ ટ્રેકટર છૂટે. એ બાપડી ઉપરથી ટ્રેકટર ફરી ન જાય ત્યાં સુધી પ્રેક્ષકો આનંદથી તાળીઓ પાડે. લારીવોજા પ્રાંતમાં દર નવેમ્બર મહિનામાં એક મંચ ઊભો કરવામાં આવે અને એ ઉપરથી એક વાછડાને કૂદકો મારવાની ફરજ પાડવામાં આવે. એના પગ ભાંગી જાય, પણ એ ન મરે તો મંચને દોરડાંએ ખેંચી વધુ ઊંચે લઈ જવાય અને બીજા વાછરડાનો વારો આવે. આમ જ્યાં સુધી એક વાછરડો સંપૂર્ણ મરણ ન પામે ત્યાં સુધી મંચ ઊંચકાતો જાય, નવા વાછરડા કૂદતા જાય. Page #18 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ એક ઠેકાણે આખલાઓનાં શિંગડા ઉપર અગ્નિના ફુગ્ગા બાંધવામાં આવે. એ બાપડો ગભરાઈને એવો દોડે કે જ્યાં સુધી થાકીને પડી ન જાય કે મરી ન જાય ત્યાં સુધી દોડયા જ કરે, પંરો પાલો નગરમાં સૌથી વૃદ્ધ ગધેડા ઉપર સૌથી જાડો માણસ બેસે ને એને મારીને દોડાવે. વચ્ચે વચ્ચે બાળકો પણ ચઢી બેસે. જ્યાં સુધી આ નિર્દય દોડ ચાલતી હોય ત્યાં સુધી આખું નગર હર્ષનાદો કરે . છેવટે ગધેડો પડી જાય કે વૃદ્ધ, નબળો હોય એટલે મોટા ભાગે મરી જાય. આવી છે આપણી સભ્ય કહેવાતી દુનિયા ! તબીબી વિજ્ઞાન તો આખું જ પ્રાણીઓ પર ગુજારાતા અકથ્ય ત્રાસ ઉપર ઊભું છે. સૌંદર્યપ્રસાધનોની દુનિયામાં તો પશુપંખીઓ પર જે જુલમો થાય છે એની તો વાત કરતાં પણ ધ્રુજારી છૂટે. પછી આપણે માનવસંસ્કૃતિની પ્રગતિની ક્યા મોઢે વાતો કરતાં હોઈશું ? આવા ક્રૂર માનસમાંથી જ એક હિટલર કે સ્ટાલિન કે પોલ પૉટ જન્મે છે. આ મૂગાં, બેસહારા પશુઓની હાય આખી માનવજાતને લાગતી જ હશે. ઈશ્વરની સૃષ્ટિમાં કર્મનો કાયદો અફર છે. કરીએ એવું પામીએ. માનવીએ એક દિવસ આ સમૂહ નિર્દયતાની કિંમત તો ચૂકવવી જ પડશે. અણુશસ્ત્રોના આ ઢગલા કદાચ અમસ્તા ન ખડકાયા હોય. મૂગા પ્રાણીઓ પ્રત્યે માનવીના અમાનુષી અત્યાચારો ખાઉધરા ચીનાઓ માટે કહેવાય છે કે ખુરસી-ટેબલ બાદ કરતાં ચાર પગવાળી કોઈ પણ ચીજને આહાર બનાવતાં અચકાતા નથી. ઉંદરથી માંડી ઊંટ કે બિલાડીથી લઈને વાઘ-દીપડા જેવા કોઈ પણ પ્રાણીનું માંસ ચીના શોખથી આરોગી જાય છે. જીભનો ચસકો અને ખાવાનો અભરખો પૂરો કરવા જ ચીનમાં દર વર્ષે હજારો જંગલી પશુઓની કતલ થાય છે. પરિણામે ચીનમાં વાઘની વસતિ હવે બે આંકડા (૯૯)થી વધે એટલી રહેવા પામી નથી. માનવી અને જનાવરો હજારો વર્ષથી પૃથ્વી પર સહઅસ્તિત્વ ધરાવે છે. આદિમાનવ ઘઉં, ચોખા કે બીજાં ધાન્ય-કઠોળ ઉગાડતાં શીખ્યો તે પૂર્વે પેટનો ખાડો પૂરવા પશુ-પક્ષીનો જ આહાર કરતો. આજેય પૃથ્વી પર વસનારી માનવજાતના ૯૫ ટકા લોકો માંસાહારી છે. પરંતુ ભોજન માટે હંમેશા ગાય, ભેંસ, ડુક્કર, બકરી, હરણ જેવાં શાકાહારી પ્રાણીઓનું માંસ ખવાય છે. જ્યારે હવે કેટલાક શોખીનો વાઘ, સિંહ, ચિત્તા જેવાં વિકરાળ જંગલી જનાવરોનાં લોહી-માંસ આરોગતા થયા છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ તાઈવાનના બજારમાં બાટલી ભરેલું વાઘનું લોહી ૨૮ ડૉલરમાં અને વાઘનું હૃદય ૭૫ ડોલરમાં વેચાતું મળે છે. હોંગકોંગના ગોંગ્સી વિસ્તારમાં ફ્રેન્સી ફૂડનું બજાર છે. તેમાં કલ્પના ય ન કરી શકાય એવી માંસાહારી વાનગીઓ ખાવા દેશવિદેશથી લોકો આવે છે. કાચબાનો સૂપ, વાંદરાનું કલેજું, વાઘનું હૃદય ને દીપડાના ગરમ માંસમાંથી બનાવેલી વાનગી માણનારા ઊંચી કિંમત ચૂકવીને અનોખા માંસાહારને લહાવો ગણે છે. આવા આસુરી આહારના શોખીનોને સંતોષવા ખાતર ચીન, બર્મા, વિયેટનામ અને થાઈલેન્ડમાં જંગલમાંથી પકડેલાં પશુઓની નિર્મમ હત્યા દ્વારા અઢળક કમાણી થાય છે. એક બાજુ પૃથ્વી પર નામશેષ થઈ રહેલાં પ્રાણીઓનું જતન કરવા કરોડો રૂપિયા ખર્ચ માનવી અભયારણ્ય બનાવે છે તો બીજી તરફ કાળા માથાના એ જ માનવ દાણચોરીના માર્ગે ચોરીછૂપીથી પ્રાણીઓની હેરાફેરી કરી અનેક ઉપયોગ માટે તેનો વેપાર કરીને તેનો વિનાશ નોતરવામાં નિમિત્ત બની રહ્યો છે. ધરતી પર ખાવાનું ધાન્ય ખૂટી ગયું હોય, માંસાહાર માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતાં ઘેટાં, બકરા, ડુક્કર વગેરેની કારમી તંગી વર્તાતી હોય તો આવાં જંગલી પશુઓની હત્યા લેખે લાગે. પરંતુ સ્વાર્થી માનવજાત માત્ર પેટનો ખાડો પૂરવા માટે જ નહી., સૌંદર્ય વધારવા, પોતાનું આરોગ્ય જાળવવા, મનોરંજન મેળવવા કે લકઝરી લાઈફ માણવા મૂંગાં પ્રાણીઓ પર ઘાતકી અત્યાચાર કરે છે. વિવિસેકશન જેવા ફેશનેબલ નામ સાથે વિજ્ઞાનના નામે છતાં તદન અવેજ્ઞાનિક રીતે, કોઈ પણ જાતની બેભાન કરવાની દવા વગર, જીવતાં-જાગતાં પ્રાણીઓ પર જે ખતરનાક પ્રયોગો થઈ રહ્યા છે તે જાણીને આઘાત, અચંબો, અચરજ અને અનુકંપાની મિશ્ર લાગણી સાથે કમકમાં આવ્યા વગર રહેતાં નથી. નાના ઉદરથી માંડી અનેક પક્ષીઓ, દેડકાં, સસલાં, બિલાડી, કૂતરા, બકરાઘેટાં, વાંદરા, ઘોડા વગેરે પ્રાણીઓ પર વિજ્ઞાનીઓ મનફાવે એવા ત્રાસદાયક અસંખ્ય પ્રયોગો કરે છે. આવા પ્રયોગોમાં જાનવરોને જીવતા થિજાવી દેવાના, ગરમ પાણીમાં ઉકાળવાનાં. ઝેરી કે નશીલાં દ્રવ્યોનાં ઈંજેકશનો આપવાના, કૃત્રિમ રીતે અસહ્ય ગાંઠો કે ચાંદાઓ પેદા કરવાનાં, જુદા જુદા અવયવોને સભાન અવસ્થામાં કાપી નાખવાના અમાનુષી અત્યાચાર થતા જ રહે છે. - હંમેશા તરોતાજા રહેવા ઈચ્છતો મનુષ્ય પોતાની સુખાકારી જાળવવા જે દવાનો આશરો લે છે તેનાં શોધ-સંશોધનમાં લાગેલું આધુનિક મેડિકલ સાયન્સ જ નિર્દોષ Page #20 -------------------------------------------------------------------------- ________________ ર0 બાર પ્રકારની હિંસાઓ પ્રાણીઓ સાથે થતા અમાનુષી વર્તાવ માટે સૌથી વધુ જવાબદાર છે. પોલિયો, ટીબી, સીફીલીસ કે કેન્સર જેવા રોગો સામે પ્રતિકારશક્તિ કેળવે તેવી રસી વિકસાવવા વિજ્ઞાનીઓ આવા રોગોમાં જીવાણુઓ પ્રાણીઓના શરીરમાં ઘુસાડી તેમને એ રોગની પીડાથી રિબાવે છે. બે જીવતા જનાવરોની છાતી ચીરી તેમની ધમનીઓ એકમેક સાથે જોડીને એકમાં જીવલેણ ઝેરી પદાર્થ નાખવાથી બીજા ઉપર તેની શી અસર થાય છે તેમ જ બેમાંથી કોણ પહેલું મૃત્યુ પામે છે તે જાણવા માટેના નરાધમ કીમિયા પણ થાય છે. તબીબી સંશોધન માટે માત્ર અમેરિકન પ્રયોગશાળાઓ જ વર્ષે છ કરોડ પ્રાણીઓનું નિકંદન કાઢી નાખે છે. જેમાં આપણે ત્યાંથી ગેરકાનૂની રીતે નિકાસ થતાં રીસસ પ્રકારનાં વાંદરાની સંખ્યા સૌથી મોટી હશે. કેન્સર કે એઈસ જેવા અસાધ્ય રોગોના સંશોધન માટે અમુક પ્રાણીઓને નછૂટકે મારવાં પડે તે સમજી શકાય, પરંતુ ઘણીવાર નજીવા કારણસર થતી જીવહત્યા માટે પણ કોઈને દયાભાવ જાગતો નથી. માનવીની સરખામણીમાં જુદાં જુદાં પ્રાણીઓ કેવી અને કેટલી સહનશક્તિ ધરાવે છે તે નક્કી કરવા દસેક વર્ષ પહેલાં અમેરિકન મનોવૈજ્ઞાનિક રોબર્ટ બેડફોર્ડ અસંખ્ય પ્રાણીઓ પર એટલી હદે ત્રાસ ગુજાર્યો હતો કે તેની ફિલ્મ જોઈને અનેક સ્ત્રીઓ બેભાન બની ગઈ હતી. એટલું જ નહીં, અનેક સંવેદનશીલ દર્શકોની મહિનાઓ સુધી ઊંઘ હરામ થઈ ગઈ હતી! મિસ્ટર બેડફોર્ડ સહનશીલતાનું માપ કાઢવા જુદાં જુદાં પ્રાણીઓને મહિનાઓ સુધી ભૂખ્યા-તરસ્યાં રાખી ખૂબ તેજ ગતિએ ગોળ ફરતા પીંજરામાં પૂરી રાખેલા. કેટલાકને વિદ્યુત કરંટના ઝટકા આપી તરફડાવી તરફડાવીને તેમની મનોદશા ચકાસી તો અનેકને ગેસ ચેમ્બરમાં પૂરી રિબાવી રિબાવીને માર્યા. દાઝવાથી પ્રાણીઓને કેવી વેદના થાય છે તે જોવા અનેક કૂતરાં-બિલાડાં તેમ જ વાંદરા પર જલદ તેજાબ છાંટવાના કે એસિટિલિન જ્યોતથી તેમની ચામડી બાળી નાખવાના પ્રયોગો થયા છે. પૃથ્વી પર વસતા વિવિધ જીવોમાં માનવજાત સૌથી વધુ બુદ્ધિશાળી ગણાય છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અમુક જીવલેણ રોગોને નાથવા તબીબો દવાના સંશોધનાર્થે પ્રાણીઓ પર પ્રયોગો કરે એની પાછળ કદાચ લોકકલ્યાણની ભાવના હશે. પરંતુ સ્વાર્થી માણસો માનવસૌંદર્ય વધારવા નિર્દોષ જનાવરોનું સૌંદર્ય જ નહીં, પ્રાણ હરી લે એ કેમ માફ કરી શકાય ? મેડિકલ સાયન્સ પછી અબોલાં Page #21 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ પશુપક્ષી પર સૌથી વધુ અત્યાચાર કોમેટિકસ ઈન્ડસ્ટ્રીવાળા કરે છે. - થોડાં વર્ષ પહેલાં તબીબ જ્હોન ડેઈઝની નજર આલ્બિનો જાતિનાં સસલાં પર પડી. આ સસલાંને ચામડી નીચે કુદરતી રંગદ્રવ્યો નથી હોતાં. પરિણામે તેમનું શરીર બિલકુલ દૂધ જેવું સફેદ તથા આંખો સ્ફટિક જેવી પારદર્શક હોય છે. ચકાસણી દ્વારા તેમણે જાણ્યું કે સંવેદનમાં આ સસલાંની આંખો માનવઆંખને મળતી આવે છે છતાં તે ક્યારેય આંસુ સારતી નથી. આપણી આંખમાં કચરો જાય કે મરચાંની ભૂકી ઊડે તો તરત આંસુની ગ્રંથિ ઝરવા લાગશે અને આંસુથી એ પીડાકારક પદાર્થ આપમેળે ધોવાઈ જતાં આંખ સાફ થઈ જાય છે. પરંતુ આલ્બિનો સસલાં આંખમાં ગયેલા પદાર્થને આંસુ વડે ધોઈ શકતા ન હોવાથી તેમણે તો કલાકો સુધી પીડા વેઠવી પડે. આ શાપરૂપ સમસ્યા પરથી જ્હોન ડ્રેઈઝને લગભગ એટલો જ અમાનુષી તુક્કો સૂઝયો. શેમ્પ, આય લેશિઝ, સુગંધી સાબુ, હેર સ્પે વગેરે કોમેટિક પ્રસાધનો બજારમાં મૂકતાં પહેલાં કાનૂની ધોરણે એક વાતની ચોકસાઈ કરવાની હોય છે કે તે ભૂલેચૂકે આંખમાં જાય તો નુકસાન નહીં પહોંચાડે. જહોન ડેઈઝ દરેક નવાં પ્રસાધનોની ચકાસણી આવાં સસલાં પર કરવા માંડી. પ્રસાધનનું રાસાયણિક દ્રવ્ય બનાવીને બે ટીપાં સસલાંની આંખમાં નાખી દે કે તરત તેની વિપરીત અસરોની જાણ થઈ જાય. રસાયણ હાનિકારક ન હોય તો સસલાંની આંખો એવી જ સ્વચ્છ અને સ્ફટિક જેવી દેખાય, પરંતુ ઉગ્ર અને ઉત્તેજક હોય તો આંખની રક્તવાહિનીઓ બળતરાને લીધે ફૂલવા માંડે અને ડોળા લાલધૂમ બની જાય ! કોમેટિક પ્રસાધનોના ક્ષેત્રે રેવલોન કંપનીનું સ્થાન જગતભરમાં મોખરે છે. સસલાં પર નવી કોમેટિક આઈટમોનો અખતરો કરવાની પહેલ આ કંપનીએ જ કરી હતી. ફક્ત બહાર રહેવા પામે એ રીતે સસલાંને ધાતુના બોકસમાં જકડી રાખવામાં આવે, જેથી તે તરફડી પણ શકે નહીં. ઘણીવાર તો સસલાંની આંખોનાં પોપચાં કાપી નાખી આંખો સતત ખુલ્લી રહે તેવી ગોઠવણ થાય છે. ત્યાર બાદ સિરિંજ અથવા ટોટી દ્વારા તેમની આંખમાં રસાયણનો ટીપાં રેડાય છે. માનવચહેરાની સુંદરતા માટે નિર્દોષ સસલાં પર આવો ઘાતકી અત્યાચાર વર્ષોથી થાય છે. પ્રયોગો દરમિયાન દર વર્ષે હજારો સસલાં આંખોની રોશની પણ ગુમાવે છે પરંતુ સૌદર્યપ્રસાધનો વાપરનારી કોઈ સ્ત્રીને ભાગ્યે જ ખબર હશે કે તેમની ‘બ્યુટી” (સુંદરતા) માટે પ્રાણીઓ પર કેવી “ક્રુઅલ્ટી' (ક્રૂરતા) આચરવામાં આવે છે ! Page #22 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ સસલાં પર થતાં ડ્રેઈઝ આઈ ટેસ્ટ'ના ઘાતકી પ્રયોગો સામે ઘણો ઊહાપોહ જાગ્યો એટલે રસાયણોની કસોટી માટે કોઈ બીજો વિકલ્પ શોધી કાઢવા રેવલોન કંપનીએ સાયન્ટિસ્ટોને રોકી સાડા સાત લાખ ડૉલર ખર્ચી નાખ્યા છતાં આજ સુધી પ્રસાધનોની ચકાસણી કરવાનો નિર્દોષ કીમિયો જડયો નથી. પરિણામે આલ્બિનો સસલાં પર સૌંદર્યના નામે થતા સિતમો ચાલુ જ રહ્યા છે. - બિલાડીને વીજળીના આંચકા આપી તેના દિમાગ તથા શરીરનો તરફડાટ માપી માનવીનાં મગજનાં રહસ્યોને ઉકેલવાના પ્રયાસ થાય છે. બીગલ જાતના કૂતરાને એટલી હદે ત્રાસ અને વેદના અપાય છે કે ઉશ્કેરાઈને એકબીજા પર ખૂનખાર હુમલા કરવા માંડે છે. કિશોરાવસ્થાનાં બાળકો અપરાધના રસ્તે શા માટે વળે છે તેનો તાગ મેળવવા માટે કૂતરાં પર આવી ક્રૂરતા આચરવાનું કેટલું વાજબી ગણાય ? મોટરનું નવું મોડલ બહાર પડે ત્યારે મોટર કંપનીઓ તેની પ્રાથમિક ચકાસણીમાં અકસ્માત સમયે મોટરનું માળખુ કેટલી ઝીંક ઝીલી શકે અને અંદર બેઠેલી વ્યક્તિઓને કેટલા પ્રમાણમાં ઈજા થાય તે જાણવા નિર્દોષ વાંદરાંનો આડેધડ ઉપયોગ કરે છે. કારના સીટબેલ્ટ સાથે વાંદરાંને બાંધી તેજ ગતિથી દોડાતી મોટરને મજબૂત દીવાલ સાથે અફળાવે છે. ઘણીવાર ગર્ભવતી બબૂન વાંદરીઓ પર પણ આવા પ્રયોગ થાય છે. એમાં ગરદન તૂટી જવાથી કે ખોપરીનો ચૂરો થઈ જવાથી મોટેભાગે બબૂન કમોતે મરી જાય છે અને જીવે તો ય ફરી આવા પ્રયોગોમાં ઉતારી અંતે તો તેનો ખાતમો જ બોલાવાય છે ! વૈજ્ઞાનિક, તબીબી કે ઔદ્યોગિક પરીક્ષણો માટે અનેક પ્રકારનાં જીવતાં પ્રાણીઓ અપંગ કે વિકૃત બને છે અથવા પ્રાણ ગુમાવે છે. વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ” સંસ્થાના અંદાજ મુજબ દર વર્ષે આવાં પરીક્ષણો માટે વિવિસેકશન (વૈજ્ઞાનિક પ્રયોગો માટે થતાં પ્રાણીવિચ્છેદનને “વિવિસેકશન' કહે છે.)ની સાથે ૨૩ કરોડ પશુપક્ષીઓ પર ઘાતકી પ્રયોગો થાય છે તેમાં ૭૦ ટકા પ્રયોગોનો હેતુ માનવરોગો પર વિજય મેળવવા માટે નહીં બલકે કોમેટિક્સના શોખ પૂરા કરવા, લકઝરી આઈટમો બનાવવા તેમ જ મનોરંજન માટે હોય છે. - લિપસ્ટિક, શેમ્પ, ટેલ્કમ પાઉડર અને શૃંગારની ચીજો બનાવતા પહેલાં મનુષ્યની ત્વચા, વાળ કે આંખને તે નુકસાનકર્તા નથી તે ચકાસી જોવા આ ચીજોનું દ્રાવણ પરાણે ઉંદર, બિલાડી, સસલાં કે વાંદરાને પીવડાવવામાં કે ચામડી પર ઘસવામાં આવે છે. લિપસ્ટિક મોંમા જવાથી પેટ કે લીવરને હાનિ થતી નથી તેની ખાતરી કરવા એને પ્રાણીના પેટમાં પધરાવે. એટલું જ નહીં, તેની અસર ચકાસવા લેબોરેટરી ટેસ્ટ માટે Page #23 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ પેટ કે બીજા અવયવો ચીરી છેવટે પ્રાણીઓની હત્યા કરી નાખવામાં આવે છે. દાઢી કર્યા પછી મોં પર લગાડવાનું લોશન હાનિકારક છે કે નહીં તે જોવા માટે ભૂંડના શરીર પરથી વાળ કાઢી લઈ ખુલ્લી ચામડી પર લોશનનો હેવી ડોઝ રગડવામાં આવે છે. પ્રયોગો દરમિયાન લોશનમાં રહેલાં સ્પિરિટ કે બીજાં રસાયણો લીધે અનેકવાર ભૂંડના શરીરે ફોલ્લા પડે છે, ચામડીમાં બળતરા થવાને કારણે ભૂંડ ચિત્કારી ઊઠે છે છતાં આવા પ્રયોગો ક્યારેય પડતા મુકાતા નથી. માનવજાત માટે પ્રાણીઓની આ રીતે આહુતિ લેવાયા પછીય બજારમાં મળતાં હેરડાઈ, લિપસ્ટિક, શેમ્પ કે અન્ય પ્રસાધનોથી માનવશરીરને નુકસાન થવાના દાખલા તો બનતા જ રહે છે. ચામડીના રોગો અને જાતજાતની એલર્જીથી માંડીને કેન્સર સુધીની અનેક રોગો માટે આવાં કોમેટિક્સ જ જવાબદાર લેખાય છે. જો મૂગાં પ્રાણીઓનું બલિદાન દઈને પણ શેમ્પ, હેરડાઈ કે અન્ય પ્રસાધનો હાનિરહિત બનાવી શક્તા ન હોય તો પછી જનાવરો પર કરવામાં આવતા ત્રાસ જ શું કામ રોકી ન દેવા ? પણ ના, કાળા માથાનો માનવી તેને પ્રાપ્ત થયેલી શ્રેષ્ઠ બુદ્ધિનો કેટલો દુરુપયોગ કરે છે, આ બે-પગું સામાજિક પ્રાણી ચોપગાં પર કેવો જુલમ ગુજારે છે તેના બીજા દાખલા પણ જાણવા જ રહ્યા. બોક્સિંગની રમત વખતે માથા પર ફટકા પડે તો તેની શી અસર થાય તે જોવા માટે અમેરિકાની એક યુનિવર્સિટીમાં વાંદરાના માથા પર લાકડી વડે સતત ફટકા મારવામાં આવે છે. રેસમાં ઘોડા સર્વશ્રેષ્ઠ દેખાવ કરી શકે, તેજ ગતિએ દોડી શકે તે માટે ઘોડાની ડોકથી માંડી પગના દરેક સાંધાને અંગમરોડની અનેક કસરતો કરાવવા ઉપરાંત તેના પર વાઢકાપ પણ થતી હોય છે. હવે તો રેસમાં વિજેતા બનાવવા ઘોડાને નશીલી દવાનાં ઈંજેક્શનો પણ અપાય છે. ઓસ્ટ્રેલિયામાં ઘોડાને જમીનને બદલે નદીમાં દોડાવવાની રેસ યોજાય છે. ગળાડૂબ પાણીમાં દોડતી વખતે ઘોડા પર શી અસર થાય છે અને કેટલું પાણી પી જાય તો ઘોડો મૃત્યુ પામે એ ચકાસવા માનવીના મિત્ર સમા આ પ્રાણીના ફેફસામાં સીધેસીધું પાણી રેડવામાં આવે છે. શ્વાસનળી મારફત આ રીતે સાતથી દસ ગેલન પાણી નાખતાં ઘોડા મરણ પામે છે તે જાણ્યા પછી ય અવારનવાર આવા ઘાતકી પ્રયોગો થતા રહે છે. ‘વિવિસેક્શન' પ્રયોગો કરતી વખતે પ્રાણી ઊછળકૂદ કરે કે હિંસક બને તો Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બાર પ્રકારની હિંસાઓ વૈજ્ઞાનિકના કાર્યમાં અંતરાય ઊભો થાય છે. એ સમસ્યાના ઉકેલ માટે નિર્દય માનવીએ અવનવાં સાધનો પણ શોધી કાઢયાં છે એવા એક સાધનનું નામ છે “મીગલર ચેર' એક પ્રકારની ધાતુની આ ખુરશીમાં આ જકડાયેલા વાંદરાનું માથું અને શરીરનો કેટલોક ભાગ ખુલ્લો રહે છે જેથી એની સાથે ચેડાં કરવાનું ફાવે. એકવાર બંદર આ ખુરસીમાં જકડાઈ જાય પછી ગમે તેવો ત્રાસ ગુજારવા છતાં એ હલનચલન કરી શકતો નથી. તેની ખોપરીમાં કાણાં પાડો, છાતીમાં ગાબડાં પાડો, વીજળીના આંચકા આપો કે તેની ચામડી ઉતરડી લો તો પણ વાંદરો ચૂં કે ચાં કરી શકતો નથી. હા, તેના બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા, શરીરનું ઉષ્ણતામાન તેમ જ તેના મોંમાથી નીકળતી તીણી ચીસોનાં સ્પંદન પામી શકાય એટલી સગવડ પ્રયોગ કરનારે પહેલથી જ કરી દીધી હોય છે. આવું બીજું એક સાધન છે “નોબલ કોલીપ ડ્રમ !' પ્રાણીને લોહી નીકળે એટલી હદે ઈજા ન થાય છતાં તેને પછડાટો કે ધક્કા વાગે અને આ મૂઢ મારથી શરીરમાં પેદા થતી કંપારી માપી શકાય તે માટે એ ડ્રમનો ઉપયોગ થાય છે. જો કે દરેક પ્રયોગ માટે આવાં સાધનો વપરાય જ એવું નથી. કેટલાક અખતરા તો પાશવી રીતે થતા હોય છે. જેમ કે હડકવાની રસી માટે કૂતરાં અને ઘેટાં પર જે પ્રયોગો થાય છે તેમાં ઘેટાંને એક ટેબલ પર ગોઠવી તેના પગ બાંધી દેવાય છે. તેનું મોં બાંધી લઈ માથા પરથી રૂવાંટી દૂર કરી તેના મગજમાં હડકવાની રસીનું સીધેસીધું ઈંજેક્શન અપાય છે. પાંચથી સાત દિવસમાં એ ઈંજેક્શનથી બચ્યું સંપૂર્ણપણે જડ થઈ જાય. એટલે તેનું માથું કરવતથી કાપી નાખી ખોપરીનો ભાગ ખુલ્લો કરી અંદરનો નરમ માવા જેવો પદાર્થ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાય છે. હાલમાં મળતી હડકવાની સચોટ રસી શોધાયા પછી આ પ્રયોગો ચાલુ રાખવાથી કોઈ અર્થ સરતો નથી, છતાં વિવિસેક્શન કરતા સાયન્ટિસ્ટોએ અત્યાચારો અટકાવ્યા નથી. બ્રિટન-અમેરિકામાં ચામડીને સુંવાળી બનાવવા માટે કાચબાનું તેલ ધરાવતા નહાવાના સાબુ બને છે. એ સાબુ બનાવવા હજારો કાચબાને પીલવામાં આવે છે. માણસના શરીરે માલિશ કરવા માટે કાચબાનું તેલ મેળવવા માટે તો આ જળચર પ્રાણી પર પારાવાર ત્રાસ ગુજારાય છે. કાચબાને પકડી ચત્તોપાટ સુવાડી દિવસો સુધી તડકામાં તપાવાય છે. આ રીતે કાચબો જીવતો શેકાવા લાગે તેથી એના પેટની સફેદ ચામડી લાલ રંગની બની જાય અને શરીરનું પાણી શોષાઈ જતાં સુકાઈ ગયેલા કાચબાને ચીરી નાખી તેલ છૂટું પાડવામાં આવે છે. બાળકોનાં હાડકાં મજબૂત બને, શરીર હૃષ્ટપૃષ્ટ થાય તે માટેના ટોનિક Page #25 -------------------------------------------------------------------------- ________________ וד બાર પ્રકારની હિંસાઓ ૨૫ વિટામિનો બનાવનારા દર વર્ષે હજારો વ્હેલ કે શાર્ક અને કોડ માછલીનું નિકંદન કાઢે છે. દવાની દુકાનેથી કોઈ ટોનિક ખરીદો અને તેના પર ઘટકોની યાદીમાં ‘લીવ૨ એકસ્ટ્રેક્ટ' લખ્યું હોય તો માની લેજો કે તેમાં ગાય-ભેંસ જેવા પ્રાણીનું લીવ૨ પીલીને તેનું ઘટ્ટ દ્રવ્ય પણ ભરેલું હશે. યુરોપિયન લોકોને વ્હેલ (માછલી નહીં પણ જળચર પ્રાણી)નો શિકાર કરવાનો શોખ જાગ્યો તેમાં એટલાન્ટિક સમુદ્રની સેંકડો વ્હેલ વિના કારણે મરવા લાગી. સગર્ભા વ્હેલનું પેટ ચીરીને કાઢી લેવામાં આવતાં બચ્ચાં હવે બાળકોનાં રમકડાં બનવા લાગ્યાં છે. ધ્રુવ પ્રદેશમાં થતા સીલ નામના પ્રાણીનાં બચ્ચાં દેખાવે સુંદર અને સ્વભાવે રમતિયાળ હોય છે. સીલ બચ્ચાંની ચામડીનું બજાર યુરોપ-અમેરિકામાં વિકસતું ગયું ત્યારથી શિકારીઓ સીલની શોધમાં આખો ધ્રુવ પ્રદેશ ફેંદવા લાગ્યા છે. સીલનાં બચ્ચાંને પકડી તેની ચામડી ઉતારવાની રીત પણ બર્બરતાભરેલી છે. નાના નાના ભૂલકાં જેવા સીલના માથામાં ફટકો મારી માથુ ભાંગી નાખી બેશુદ્ધ થઈ ગયેલા સીલને ચીરી તેની ચામડી કાઢી લેવાય છે. ચામડું ઉપયોગમાં લેવા માટે જે જનાવરોની હત્યા થાય છે તેમાં વાઘ, સિંહ, ગેંડો, હરણ, ગાય, બળદ, સીલ અને સાપ મુખ્ય છે. ભારતમાં વાઘચર્મ ઋષિમુનિઓના આસનથી માંડીને ધનવાનોના દીવાનખંડ શોભાવવા માટે ઉપયોગમાં લેવાય છે. ગેંડાનું ચામડું અને શિંગડાં મેળવવા આફ્રિકાનાં જંગલોમાં તેને ગોળીએ મરાય છે. એટલું જ નહીં, કેટલાક યુરોપિયન શિકારીઓ ગેંડાના શિકાર માટે નાના રોકેટ જેવા શસ્ત્રનો ઉપયોગ પણ કરે છે. ગેંડાના શિંગડામાંથી બનાવેલું વાસણ ઝે૨ને પ્રભાવહીન કરતું હોવાની માન્યતા તેમ જ તે કામોત્તેજક મનાતું હોવાથી ભારતમાં પણ ગેંડાનો શિકાર સદીઓથી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેંડાના શિંગડાના ૭૦ થી ૮૦ હજાર રૂપિયા ઊપજે છે. તન ઢાંકવા સુતરાઉ કાપડથી લઈને જાતજાતના સિન્થેટિક કાપડની અનેક વેરાયટી માનવજાતને ઉપલબ્ધ હોવા છતાં પ્રાણીઓની ત્વચા ઉઝરડી લઈ તેના વસ્ત્રો ૫હે૨વાનો શોખ નરી પશુતા જ કહેવાય ને ! યુરોપ-અમેરિકામાં બિલાડીની જાતિનું મિંક નામનું જંગલી જાનવર વિશેષ જોવા મળે છે. આ પ્રાણીની ઝીણી રૂવાંટીદાર ઘેરા તપખીરિયા રંગની ચામડીને ‘ફર’ કહે છે. આ ફર ખૂબ જ નરમ, મુલાયમ અને રેશમી સ્પર્શ ધરાવતું હોય છે. યુરોપિયન Page #26 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ સ્ત્રીઓમાં મિકફરનો કોટ પહેરવાની પ્રથાએ જોર પકડ્યું ત્યારથી દર વર્ષે હજારોની સંખ્યામાં બિલાડીથી નાના કદનાં આ મિંક પ્રાણીનો સંહાર થાય છે. પુખ્ત ઉમરની સ્ત્રી માટે મિંકફરનો કોટ બનાવવા લગભગ સો મિંકનો સંહાર કરવો પડે છે. દર વર્ષે ફક્ત ૧૦૦ કોટ બનાવવા હોય તો પણ ૧૦,૦૦૦ મિંકને મારી નાખવાં પડે. આવા એક કોટની કિંમત ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ ઊપજતી હોવાથી મોટા પ્રમાણમાં મિંક મારવાની લાલચ શિકારીઓને થાય એ પણ દેખીતું છે. દીપડા તેમ જ સર્પત્વચામાંથી બનાવેલાં વસ્ત્રો પહેરવાની ફેશને પણ એ પ્રાણીઓના જીવ જોખમાવી દીધા છે. દીપડો હિંસક પ્રાણી છે અને માનવજાત માટે સીધી રીતે તેનો કોઈ ઉપયોગ રહ્યા નથી પરંતુ સાપ તો અનેક રીતે આપણને ઉપયોગી છે. ખેતરોમાં, વાડીઓમાં સાપને લીધે જ ઉદર, દેડકાં કે બીજાં જીવડાંની ઉપદ્રવ વધતો નથી. અને રોગચાળો ફેલાતો નથી. આમ છતાં સાપની ચામડીમાંથી કોટ, પાકીટ, બૂટ-ચપ્પલ કે હેટ બનાવવા ધંધાકારી નિર્દય હત્યારાઓ સાપને પકડી અરેરાટી ઉપજાવે એવી રીતે ચામડી ઉતારી લે છે. જમીન પર સરકતા સાપનું દુર્ભાગ્ય એ છે કે તેને મારી નાખ્યા બાદ ચામડી ઉતારવામાં આવે તો એ સંકોચાઈને ટૂંકી થઈ જાય છે, જ્યારે જીવતા સાપની ચામડી ઉતારી તેને ખેંચીને વધારી શકાય છે. માત્ર થોડી ચામડી વધુ મળે એ માટે સાપને જીવતો જ ઝાડ પર કે દીવાલ પર ખીલાથી જડી દઈ તેની પૂંછડી દબાવી રાખવામાં આવે છે ત્યાર બાદ તેના શરીરની બંને બાજુએ ઊભા લાંબા ચીરા મૂકી શરીર પરની ઉપલી ચામડી ઉતારી લેવાય છે. ચામડી ઉતારી દીધા પછી તેનું ડોકું ઉડાડી દેવાની તસ્દી ન લેવાય તો એ બિચારા બીજા ત્રણ ચાર દિવસ સુધી તરફડિયાં મારી રિબાઈ રિબાઈને દમ તોડે છે. ચામડી મેળવવાનો આ જીવલેણ તેમ જ ક્રૂર ધંધો માત્ર પુખ્ત વયનાં પ્રાણીઓ પર અજમાવાય છે એવું નથી. તાજાં જન્મેલાં ઘેટાં કે હરણની મુલાયમ ચામડી ઉતારી લેતાં પણ સ્વાર્થી લોકો અચકાતા નથી. ઘેટાના નવજાત બચ્ચાની ચામડી પર મુલાયમ રૂંવાંટીનાં ગૂંચળાં હોય છે જે “કારાકલ ઊન' તરીકે ઓળખાય છે. આ ઊનની ટોપી સરસ બને છે. માત્ર મુલાયમ રૂંવાટીવાળી ટોપી મેળવવા ઘેટાંનાં બચ્ચાં પર થતા અત્યાચાર કોઈ રીતે વાજબી ઠરી શકે તેમ નથી. છતાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં કારાકલ ઊન માટે સેંકડો બચ્યાં નિર્દયતાનો ભોગ બને છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ સારા પ્રસંગે વસ્ત્રો પહેરીને કાનમાં અત્તરનાં પૂમડાં નાખતી વખતે કે કપડાં પર પરફ્યુમ છાંટતી વખતે સામાન્ય માણસને તો ખ્યાલ જ ક્યાંથી હોય કે આમાંનાં કેટલાંય અત્તર-પરફ્યુમ બનાવવા પાછળ નિર્દોષ પ્રાણીઓની રિબામણી થાય છે. સ્પર્મ વ્હેલ આમ તો કુદરતે સર્જેલું બુદ્ધિમાન અને અતિ સંવેદનશીલ જળચર પ્રાણી છે. કમનસીબે કુદરતે આ ગુણોની સાથે વ્હેલના આંતરડામાં અંબરગ્રીસ નામનો મીણ જેવો ભૂરો પદાર્થ મૂકી આ પ્રાણીની સમસ્ત જાત માટે આફત સર્જી છે. અંબરગ્રીસ એટલો સુગંધિત પદાર્થ છે કે તેની સુવાસ સેંકડો ફૂટ દૂર સુધી પ્રસરે છે. બસ, વ્હેલના એ ગુણને લીધે દુર્ગુણી લોકો તેની પાછળ હાથ ધોઈને પડયા છે. માછલી પકડવાની સામાન્ય જાળમાં તો મહાકાય સ્પર્મ વ્હેલ પકડાય નહીં એટલે તેના પર ‘હારપુન' નામે ઓળખાતા બાણ જેવા તીક્ષ્ણ હથિયારનો મારો ચલાવાય છે. હારપુનને છેડે રાખેલો સ્ફોટક પદાર્થ ફાટવાથી વ્હેલના કૂરચેફૂરચા ઊડી જતાં લોહી નીંગળતી હાલતમાં તેને દરિયામાં દૂર દૂર ઘસડી જવાય છે. તરફડિયાં મારવાનું બંધ કરે પછી જ તેને કિનારે લઈ જઈ તેનાં આંતરડા ખેંચી કાઢી તેમાંથી અંબરગ્રીસ મેળવીને શિકારીઓ જંપે છે. અંબરગ્રીસના તોલાએ ૨૫૦૦ ડૉલર ઊપજતા હોવાથી ધંધાદારી “હન્ટરો” કાયદાનો ભંગ કરીને વ્હેલની કલેઆમ કરતાં પણ અચકાતા નથી. દર દસ મિનિટે સ્પર્મ વ્હેલનાં આંતરડા ખેંચી કાઢી અંબરગ્રીસ મેળવવાનો ક્રમ વાઈલ્ડ લાઈફ ફંડ' સંસ્થા કે વ્હેલપ્રેમી યુરોપિયન પ્રજા સુદ્ધાં અટકાવી શકી નથી. બિલાડી જાતિના સિવેટ પ્રાણીની જનનેન્દ્રિય પરથી સુગંધી દ્રવ્ય મળે છે. એટલે તેની હાલત તો હેલ કરતાં પણ વધુ ખરાબ છે. આ સુવાસ જેટલી માદક છે તેમ એ સુગંધી દ્રવ્ય મેળવવાની પદ્ધતિ પમ જુગુપ્સાપ્રેરક છે. સિવેટ ઉત્તેજિત થાય ત્યારે જ આ દ્રવ્ય ઝરતું હોવાથી તેની જનનેન્દ્રિય પાસે કોથળી બાંધી કામવાસના જાગ્રત કરવા અનેક ઉપાયો અજમાવાય છે. હવે તો આ ભાગ પર જ હોર્મોન્સનાં ઈજેક્શન આપી શક્ય એટલું વધુ સુગંધી દ્રવ્ય મેળવવાના પ્રયત્ન થાય છે. આ રીતે પરાણે વારંવાર ઉત્તેજિત કરવાથી માનસિક અને શારીરિક સમતુલા ખોરવાઈ જતાં અકાળે અનેક સિવેટ અવસાન પામે છે. અમેરિકાનાં જંગલી રીંછ કોસ્ટોરિયમ નામનો સુગંધી પદાર્થ પેદા કરે છે એટલે છેલ કે સિવેટની માફક તેની ય બૂરી વલે થાય છે. ભારતમાં આવો જ ત્રાસ કસ્તૂરી મૃગને અપાય છે. - કસ્તુરી મૃગની ‘પોડ' નામે ઓળખાતી ગ્રંથિમાંથી સુગંધી દ્રવ્ય “મસ્ક' (કસ્તૂરી) મળી આવે છે. હરણની નાભિ પાસે આવેલી આ ગ્રંથિ બહાર કાઢવા માટે આખા Page #28 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ હરણનો જ ખાતમો બોલાવી દેવાય છે. વિચિત્રતા એ છે કે કસ્તૂરી ધરાવતી પોડ ગ્રંથિ દરેક મૃગમાં નહીં પણ ચારેક મૃગમાંથી એકાદમાં જ મળી આવે છે. એક કિલો કસ્તૂરીની કિંમત પાંચ લાખ રૂપિયા ઊપજતી હોવાથી લાલચુઓ હરણોનો શિકાર આડેધડ કરે છે. એક કિલો કસૂરી મેળવવા ૪૦ પોડની જરૂર પડે અને તેના માટે ૧૫૦થી વધુ મૃગનો સંહાર કરવો પડે. એ હિસાબ પરથી ગણતરી કરી લો કે દર વર્ષે કેટલાં મૃગલાં કસ્તૂરીના પાપે માર્યા જતાં હશે ! સૌંદર્ય પ્રસાધનોમાં સૌથી વધુ વપરાતા બોડી લોશન અને ચામડી ચમકાવતા જાતજાતના ક્રમમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવી હોર્મોન્સનો વપરાશ વધ્યો ત્યારથી ઘોડી પર અવનવા અખતરા થવા લાગ્યા છે. યુવતીઓની ત્વચાને યૌવનસભર બનાવવામાં હોર્મોન્સ મહત્ત્વનો ફાળો ભજવતાં હોવાથી સગર્ભા ઘોડીના પેશાબમાંથી આ હોર્મોન્સ મેળવવા જે ત્રાસ ગુજારાય છે એ જાણીને ગમે એવા કઠણ કાળજાની વ્યક્તિને અરેરાટી ઊપજે. ઘોડી પ્રસૂતા થયા પછીના પાંચથી છ મહિના તેને લોખંડના નાના કઠેડા વચ્ચે એવી રીતે બાંધી દેવામાં આવે છે કે આ ગાળા દરમિયાન તે ઊભી જ રહે. તેને હલનચલન કરવાની કોઈ તક અપાતી નથી અને ભાવે નહિ તેવો ખોરાક જાણી-બૂઝીને અપાય છે, જેથી ઘોડી વધુ પેશાબ કરે! આ પ્રકારે ઘોડીને વારંવાર ફલિત કરાવીને તેનો પેશાબ મેળવતા રહેવાના કીમિયા ચાલુ જ રખાય છે. અમેરિકા અને કેનેડામાં આવો હિચકારો ધંધો મોટા પાયે ચાલે જ છે, જે સ્થળને “પ્રેગનન્ટ મેર્સ ફાર્મ' કહે છે. બ્રિટન સહિત ઘણા યુરોપિયન દેશોમાં ગાય-ભેંસ વધુ દૂધ આપે માટે તેની જ પિટ્યુટરી ગ્લેન્ડમાંથી મેળવેલા દ્રાવણનું ઈન્જન એ જ ઢોરના આંચળમાં અપાય છે. આ પ્રકારના પ્રયોગો પણ મોટી ફેક્ટરી ધોરણે થતા હોય છે. મિલિટરી સાયન્સ અને અવકાશ વિજ્ઞાનનો વિકાસ થયો તેની સાથે પ્રાણીપક્ષી પર થતા જીવલેણ અખતરાની માત્રા પણ વધી પડી. એક્સ-રે, ગામા, બીટા કે અસ્ટ્રાવાયેલેટ કિરણો વગેરેની માનવશરીર પર થતી અસરનો અભ્યાસ કરવા લગભગ દરેક સસ્તન પ્રાણીઓને આવા ખતરનાક કિરણોના મોટા ડોઝ આપી તે ક્યારે, કેવી રીતે મરણ પામે છે તેનો અભ્યાસ થાય છે. આ પ્રયોગોનાં ભોગ બનનારાં પોતાની વ્યથા કહી ન શકતાં મૂગાં પ્રાણીઓનું મોત કમકમાં ઉપજાવે એવું કારમું હોય છે. લાંબો સમય અવકાશી સફર ખેડવાથી અવકાશયાત્રીના શરીર પર થતી અસર તપાસી જવા અમેરિકાએ બોની ચિમ્પાન્ઝીને અવકાશયાત્રાએ મોકલવા ૯ કરોડ Page #29 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૨૦ લખ ડોલરનો ખર્ચો કરેલો. પરંતુ બોની ત્રીસ દિવસની યાત્રા પૂરી કરવાને બદલે માર્ગમાં જ મરી પરવાર્યો. વિજ્ઞાનીઓ બોનીના મૃત્યુનું કારણ પણ જાણી ન શકયા. એવું માની લીધું કે તે ડર, યાતના અને વેદનાથી મૃત્યુ પામ્યો હશે. પરંતુ વાંદરાં કે અન્ય કોઈ પણ નિર્દોષ પ્રાણીનાં કમોતે આવાં બાલિશ તારણ કાઢવાનો કોઈ અર્થ ખરો? કૂતરા પર કપુરારી નામના કાતિલ ઝેરની અસર જાણવા એક વિજ્ઞાનીએ પ્રયોગો શરૂ કર્યા. કૂતરાને જેમ જેમ ઝેરના હળવા ડોઝ અપાતા ગયા તેમ તેનાં અંગો બહેરાં બનવા લાગ્યાં છતાં પારાવાર વેદનાથી કૂતરો પડયો પડ્યો કણસતો રહ્યો છેવટે કૂતરો મરણ પામ્યો. પેલા વિજ્ઞાનીએ આ પ્રયોગો પરથી જે તારણ કાઢ્યું એ સાવ ભળતું તથા હાસ્યાસ્પદ લાગે એવું છે : “જ્યારે વેદના ચરમસીમાએ પહોંચે ત્યારે કૂતરો પેશાબ કરી નાખે છે.” માનવી દારૂ શું કામ પીએ છે અને દારૂ પીધા પછી તેની શારીરિક-માનસિક હાલત કેવી થાય છે તેનો અભ્યાસ કરવા અજ્ઞાનીઓએ ઉદરથી માંડી વાંદરાં સુધીમાં પ્રાણીઓને દારૂ ઢીંચાવ્યો છે. આવા પ્રયોગોથી આ અબોલ પ્રાણી વગર કારણે માર્યા ગયાં છે. માણસ દારૂ પીએ છે મોજશોખ ખાતર કે માનસિક કારણોસર. ઉદર જાતે તો દારૂ પીતો જ નથી, તો પછી ઉંદર કે બંદર પર આવા પ્રયોગો માનવીને કેવી રીતે લાભકારક નીવડવાના? માણસ અને જાનવર બંનેની શરીરરચના ભિન્ન છે. બંનેનાં અંગ-ઉપાંગ અલગ છે. એક જ વસ્તુ ખાનાર માણસ અને જાનવર પર તે ખોરાક જુદી જુદી અસર કરે છે. પરિણામે પ્રાણીઓ પરના પ્રયોગોનો નિચોડ માનવીને સંપૂર્ણપણે લાગુ કરી શકાય જ નહીં, છતાં પ્રયોગ કરવામાં આવે તો તે માનવી માટે ખતરનાક પણ બની શકે છે. પેરાસિટામોલ, એરાબિલેક્સ, મેટાક્વાલીન, થાલીડોમાઈડ, ક્લોરાષ્ફીનીકોલ જેવી દવાઓ આ વાતનો પુરાવો છે. અનેક પ્રાણીઓ પર વ્યાપક સફળ પ્રયોગો પછી જ બજારમાં મુકાયેલી આ દવાઓ માનવઉપયોગ માટે તો ખતરનાક જ સાબિત થઈ છે. દવાની અજમાયશ કરવા, શોખ ખાતર શિકાર કરવા કે નખ, દાંત, વાળ, ચામડી અને શિંગડાનો વેપાર કરવામાં જ પ્રાણીઓનું નિકંદન નીકળે છે એવું નથી. આફ્રિકા તેમ જ ભારત સહિતના કેટલાક એશિયન દેશોમાં ભગવાનને બલિ ચઢાવવા માટે પણ બકરાં, ઘેટાં, ગાય અને પાડાની મોટા પાયે કતલ થાય છે. શક્તિપૂજા કરનારા દેવ-દેવીઓના મંદિરે બકરાનો બલિ ચઢાવવાના કિસ્સા ભારતના દરેક Page #30 -------------------------------------------------------------------------- ________________ ३० બાર પ્રકારની હિંસાઓ પ્રદેશમાં બને જ છે, પરંતુ આંધ્ર પ્રદેશના નાલગોંડા જિલ્લામાં દુરાજપલ્લી ગામે પશુબલિ ચઢાવવાની પૂજા વિક્રમસર્જક છે. દર વર્ષે મહાશિવરાત્રીએ આ ગામ નજીક મેળો ભરાય ત્યારે સાતથી દસ હજાર ઘેટાં-બકરાંનો ભોગ ચઢાવાય છે. મેળામાં ભાગ લેવા આસપાસનાં ગામડાંમાંથી આવતા ભરવાડો જાત્રાનો પ્રારંભ જ સગર્ભા ઘેંટીના બલિદાનથી કરે છે! નિસર્ગના ખોળે ઊછરતાં અને ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતો પર નભતાં જનાવરોને કુદરતે માનવજાતને આપેલી અણમોલ બક્ષિસ ગણવી જોઈએ. ઘરમાં ઉછેરવા માટે, પ્રાણીબાગના પાંજરામાં પૂરીને કે સર્કસમાં ખેલ કરાવીને લોકમનોરંજન અર્થે જનાવરોનો ઉપયોગ થાય એની સામે ભલે વાંધો ન લઈએ, પરંતુ માત્ર મોજશોખ માટે કે બિનજરૂરી વૈજ્ઞનિક પ્રયોગો કરી પ્રાણી જાતિનો બેફામ સંહાર કરવાથી તો કુદરતી સમતુલા જ સાવ ખોરવાઈ જવાની, જંગલમાં શિકાર કરવાથી માંડીને મૂંગાં પ્રાણીઓ ૫૨ ક્રૂરતા આચરતા પ્રયોગો ૫૨ જગતના લગભગ તમામ દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં આ કાયદો ૧૦૯ વર્ષથી હયાત છે, છતાં સરકાર માન્ય એવી સૌથી પણ અધિક ભારતીય લેબોરેટરીમાં ઢોર-જનાવરો ૫૨ કસાઈવાડા જેવા પ્રયોગો થતા જ રહે છે. પોતાની રક્ષા ન કરી શકે એવાં મૂંગાં-લાચાર પ્રાણીઓની સુરક્ષા માટે જીવદયાવાળા તેમ જ સજીવ પ્રાણીવિચ્છેદન પ્રથાના વિરોધીઓ મેદાને પડ્યા છે. પશુપક્ષીના ભોગે બનતાં સૌંદર્ય-પ્રસાધનોનો વિરોધ કરવા માટે ૨૮ વર્ષ પહેલાં ઈંગ્લેન્ડમાં લેડી ડોવડિંગે ‘બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી'ની ચળવળ શરૂ કરેલી. આજે ભારત સહિત વિશ્વના ૩૭ દેશોમાં તેની શાખા છે. ફર મેળવવા કે ફેશનેબલ આઈટમો બનાવવા જનાવરોનો જાન લેવો ન પડે તેવા વિકલ્પો શોધી કોસ્મેટિક્સ બનાવવાની રીત આ સંસ્થા શોધી રહી છે. અમેરિકાના ‘એનિમલ લિબરેશન ફ્રન્ટ' કે જર્મનીમાં એ જ અર્થના નામવાળી જીવદયા સંસ્થાવાળા લેબોરેટરીમાં ચોરીછૂપીથી કે બળજબરીથી ઘૂસીને પ્રયોગો હેઠળનાં જાનવરોને છોડાવી જાય છે. વાંદરાં ૫૨ વૈજ્ઞાનિક પ્રયોગો કરતી તમામ સરકારી સંસ્થા સામે આ પ્રાણીપ્રેમીઓ વાનરનો સ્વાંગ સજી જાહેરમાં દેખાવો કરતા થયા ત્યારથી અન્ય પ્રજાજનોનો સહકાર પણ તેમને સાંપડ્યો છે. કોઈ ફાર્માસ્યુટિકલ કંપની વિવિસેક્શનના નામે ઉંદર-બિલાડીથી માંડી વાંદરાં ઉપર બિનજરૂરી પરીક્ષણો, વાઢકાપ કરતી હોય તો તેની સામે કાનૂની જંગ માંડવા ‘વર્લ્ડ Page #31 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૩૧ વાઈલ્ડ લાઈન ફંડ” તરફથી દુનિયાભરની સાયન્સ કોલેજોમાં, પ્રેકટિકલ પ્રયોગના ટેબલ પર ચિરાઈ જતાં લાખો દેડકાંની વહારે ધાય એવું કોમ્યુટર પણ શોધાઈ ચૂક્યું છે. સાયન્સ ટુડન્ટે જીવતાં દેડકાંને ચીરી તેના શરીરનો અભ્યાસ કરવાને બદલે માત્ર કોમ્યુટર ગ્રાફિક્સનો અભ્યાસ પૂરતો થઈ પડશે. વહેલી તકે આવા અખતરા રોકવામાં નહીં આવે તો એ દિવસ દૂર નથી. જ્યારે ધરતીના પટ પરથી પ્રાણીઓનું અસ્તિત્વ જ મટી જશે, માનવજાતને ઉગારવા માટેના અખતરા વાનરો પર! પુરાતત્ત્વશાસ્ત્રી અને વિજ્ઞાન-પંડિતોના કહેવા મુજબ વાનરમાંથી કાળક્રમે માનવ અસ્તિત્વમાં આવ્યો છે છતાં આજે આપણને કોઈ વાંદરો કહે તો સિનેમાસ્કોપનો ૩૫ એમ.એમ.નો ચહેરો બની જાય છે. આ લેખ વાંચ્યા પછી કદાચ, તમને વાનરજાત પર સહાનુભૂતિ થઈ આવશે. ભારતમાં વસતી માત્ર માણસોની જ વધારે નથી પણ આખા વિશ્વમાં આપણે ત્યાં સૌથી વધુ સંખ્યામાં વાંદરા છે. ભારતમાં વાંદરાઓની કુલ ૧૮ પ્રજાતિ અને ૪૪ ઉપપ્રજાતિઓ છે, અને ઘણાખરા વાંદરાઓ તો માત્ર ભારતમાં જ જોવા મળે છે. મદ્રાસ દ્વિશ્રિય, નિકોબાર ટીશ્રિયુ, આસામી બંદર, બોનેટ મૈકાક, લાયનટેલ્ડ મૈકાક અને ગોલ્ડન લંગૂર જાતિના વાંદરાઓ ફક્ત ભારતભૂમિ પર ઊગેલાં વૃક્ષો પર જ વસે છે. એ સિવાયના કેટલાક વાંદરાઓ પડોશી દેશોમાં પણ જોવા મળે છે. આપણા દેશનો સૌથી નાનકડો વાંદરો ખિસકોલી જેવડો હોય છે. (પ્રાણીશાસ્ત્ર મુજબ તેનું વજન સો ગ્રામથી થોડું વધારે હોય છે, અને સૌથી મોટા બંદરને, જેને આપણે લંગૂર કહીએ છીએ તે ૨૦ કિલોગ્રામથી પણ વધારે વજનનો હોય છે. પૃથ્વી પર માણસ પછી જે પ્રાણીનો સોથી વધુ વિકાસ થયો હોય તે વાંદરાનો છે. વાંદરાની શારીરિક બનાવટ, રહેણીકરણી અને જૈવિક ક્રિયાઓ માણસ સાથે મળતી આવે છે. એ વાંદરાનાતનો પ્લસ પોઈન્ટ અને માઈનસ પોઈન્ટ પણ છે. આ લેખ વાંચનારને એવો ભ્રમ જાગે કે તે કોઈ પક્ષી-પ્રાણી વિશેની કટાર વાંચી રહ્યો છે તો તેણે ધીરજ રાખીને જાણી લેવું જોઈએ કે માણસ જેવા અથવા તો તેની નજીક હોવાનો વાંદરા-જાતિએ ઘણો મોટો ભોગ આપ્યો છે. સાતમા દશકામાં વિજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો કે હનુમાન લંગૂર (સૌથી મોટો વાનર) અને મનુષ્યનાં ગુપ્ત અંગમાં ઘણી સમાનતા હોય છે. એટલે ત્યારથી હનુમાન લંગૂર પર નીત નવા પ્રયોગો થવા માંડ્યા. આપણને માથાનો Page #32 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ દુઃખાવો થાય કે કમરનો દુઃખાવો થાય ત્યારે આપણે ગોળીઓ ખાઈ લઈએ છીએ પણ એ દવાના પ્રભાવમાં અખતરાઓ સૌ પ્રથમ વાંદરાઓ પર થતા હોય છે. નવી દવા, ઇંજેક્શન કે મશીનના અખતરા સૌ પહેલા વાંદરા પર થતા હોય છે, ત્યાર બાદ તે માનવજાત માટે બજારમાં આવે છે. ભારતમાં દર વર્ષે આવા પ્રયોગો માટે ૬,૦૦૦ વાંદરાઓનો ઉપયોગ થાય છે. આમાંથી ૫૦ ટકા પર રોગ વિશેના, ૩૦ ટકા પર નવી દવાઓના અખતરા થાય છે. દશ ટકા વાંદરાઓ પર જનનસંબંધી પ્રયોગો થાય છે. એકલું અમેરિકા આપણી પાસેથી બે લાખ વાંદરાઓની ખરીદી કરતું હતું. આ પાંચમા દશકાનો આંકડો છે. વાંદરાઓની નિકાસ આપણે અમેરિકા ઉપરાંત રશિયા અને પશ્ચિમ જર્મની ખાતે પણ કરીએ છીએ. જો કે આ સંખ્યામાં ભારત સરકારે ક્રમશઃ ઘટાડો કર્યો હતો અને એક તબક્કે આપણે અમેરિકાને માત્ર વીસ હજાર વાંદરાઓ વેચવાનું નક્કી કરેલું. ૧૯૭૭માં ત્યારના વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઈએ વાનર-નિકાસ પર પ્રતિબંધ લાદેલો. આપણા માટે આ લેખ પૂરતા આટલા મુદ્દા પૂરતા છે. કારણ કે આટલી પૂર્વભૂમિકા પછી આપણે બીજી જ વાત કરવી છે. પ્રથમ નજરે વાનર-જાત પરના આ અખતરા આપણને અયોગ્ય નથી લાગતા, પરંતુ પોપડા ઉખેડીએ તો નીચેથી કમકમાં થઈ આવે તેવી હકીકતો દટાયેલી પડી છે. ભારતમાંથી નિકાસ થતા વાંદરાઓ પર માત્ર રોગ અને ચિકિત્સાના પ્રયોગો થતા હોત તો તે ક્ષમ્ય છે, પરંતુ વાનરો પર પ્રયોગશાળામાં તદ્દન અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે, એ પણ ઉઘાડું સત્ય છે. એકવાર લંડનના હિથ્રો એરપોર્ટ પર ચોતરફથી બંધ મોટરગાડીમાં વાંદરાઓ ભરવામાં આવ્યા હતા, પરિણામે ૩૯૪ ભારતીય વાંદરાઓ ગૂંગળાઈ જઈને મરણ પામેલા. આ તો બેદરકારીનો નમૂનો છે, પણ જાણીજોઈને વાંદરાઓ પર ક્રૂરતા આચરવામાં આવતી હતી તેના અહેવાલો અખબારોમાં પ્રગટ થયા એ પછી વાંદરાનિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માણસ બે અંતિમો વચ્ચેનો અટપટો માર્ગ છે એવું કોઈ ચિંતક કહી ગયા છે. માણસ ચાહે તો કોઈને રહેંસી શકે, ઈચ્છે તો કોઈ ખાતર જીવ દઈ શકે છે. ભારતમાંથી નિકાસ થતા કે “અહિંસા પરમો ધર્મનો સિદ્ધાંત ગળામાંથી ન નીકળે. આ વાંદરાઓને ઊકળતા પાણીમાં ડૂબાડીને તેને બચાવવાના પેંતરા થતા. પૂરઝડપે ધસી આવતી કાર સામે વાંદરાઓને ફેંકવામાં આવતા અને ગંભીરપણે ઘવાયેલા વાંદરાઓને પછી સારવાર આપવાના “ભવાડા” થતા. કેટલાય વાંદરાઓની ખોપડીઓથી માત્ર ૬ ઈંચ દૂર બંદૂક રાખીને તેને બેરહેમીથી વીંધી નાખવામાં આવતા અને ચકાસવામાં Page #33 -------------------------------------------------------------------------- ________________ וד બાર પ્રકારની હિંસાઓ ૩૩ આવતું કે નવી રાઈફલ કેટલી પાવરફુલ છે! તોતિંગ ઊંચાઈએથી વાંદરાઓને ધકેલી દઈને એ જાણવાના પ્રયાસ થતા કે તેની કરોડરજ્જુ કેટલું નુકસાન સહી શકે છે. તમારા કપાળે આ વાંચતાં પસીનાનાં બૂંદ બાઝી ગયાં હોય તો પણ આપણી માનવજાતની તરક્કીને યાદ કરતાં વિચારજો કે આપણે કેવાં પરાક્રમો કર્યાં છે. સાનફ્રાન્સિસ્કો મેડિકલ સેન્ટરમાં ૧૯ વાંદરાઓને બેહોશ કર્યા વગર તેના શરીરમાંથી અડધોઅડધ લોહી શોષી લેવામાં આવેલું. આ પ્રયોગ દરમિયાન જે વાનરો અધમૂઈ અવસ્થામાં જીવતા હતા તેમને પાછળથી મારી નંખાયા. ટેકસાસ વિશ્વવિદ્યલયમાં કેટલાક વાનરોને તેમની સહનશક્તિ તપાસવા માટે ગળામાં દોરડાં બાંધી લટકાવી દેવામાં આવતા. જોર્જિયાના એટલાન્ટા શહેરની પ્રાઈમેટ સેન્ટરમાં કેટલાય વાંદરાઓના પૂરા શરીર પર અથવા બંને પગ પર પ્લાસ્ટર ઓફ પેરિસનો ધોળિયો પાટો કસકસાવીને ચીપકાવીને છ-છ મહિના સુધીના પ્રયોગ થતા. આખરે તેમને મારી નાખીને તેમના પગનું વજન, સ્થિતિ વગેરે જાણવામાં આવતાં. મિશિગન વિશ્વવિદ્યાલયમાં વાંદરાઓ પર હેરોઈન, કોકીન, મારીઆજુઆના જેવા ઘાતક નશીલા પદાર્થો ખવડાવીને પ્રયોગો કરવામાં આવતા. વાતાવરણમાં કૃત્રિમ સર્દી (ઠંડી) અને ગરમી પેદા કરી તેમાં વાંદરા ધકેલી દઈને તેની અસ૨ જાણવામાં આવતી. વિદ્યુત-શોક દેવામાં આવતા. પાણીને બદલે આલ્કોહોલ પિવડાવવામાં આવતું. ખબર નથી પડતી કે આવા અમાનવીય, ક્રૂર અને ભયંકર પ્રયોગો દ્વારા માનવકલ્યાણ કેવી રીતે થતું હશે ? અને કદાચ થાય છે તો એનો કશો અર્થ નથી. નશીલા પદાર્થો માણસ ઢીંચે અને તેને તેમાંથી ઉગારવા માટેના અખતરાઓ વાંદરા પર કરવાના? મોટર માણસ શોધે અને ચલાવે તેનાથી થતા અકસ્માતની અસરવાળાને બચાવવા જાણી જોઈને વાંદરાઓને પીલી નાખવાના? આપણા ખૂનમાં વહેલી ઈન્સાનિયત ક્યાં વહી ગઈ છે ? ઓ બહેનો ! તમામ સૌંદર્યપ્રસાધનોનો હવે તો ત્યાગ કરો ! પશુઓના લોહીથી ખરડાયેલાં નારીનાં આ મનોહર સૌંદર્ય પ્રસાધનો નમણા ચહેરાને સ્નો કે લોશનના લેપથી વધુ ચમકદાર બનાવ્યો હોય, નાજુક હોઠને લિપસ્ટિકથી વધુ ફુલ-ગુલાબી ને સમગ્ર શરીરને ઈન્ટીમેટ અત્તરના છંટકાવથી મઘમઘતું બનાવીને ‘ફર’નો સુંદર કોટ પહેરી હાથમાં સાપની ચામડીમાંથી બનાવેલી મુલાયમ પર્સ લઈ જતી કોઈ રૂપ-સુંદરીને જોઈ તમને સહેજે ખ્યાલ આવે ખરો કે તેના મોહક સૌંદર્યની આ ગુલાબી સુરખી પ્રાણીઓના લોહીથી ખરડાયેલી છે? Page #34 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ડ્રેસિંગ ટેબલ ઉપર મૂકેલાં વિવિધ સોંદર્યપ્રસાધનો કે શોપિંગ સેન્ટરના શોકેસમાં મૂકેલા આકર્ષક ફર કોટ અને પર્સ બનાવવામાં કાંઈ કેટલાય નિર્દોષ જીવોની હત્યા થઈ હશે ને અનેકને મરતાં સુધી અસહ્ય પીડા ભોગવવી પડી હશે એનો કદાચ તમને ખ્યાલ.... સપને ય ખ્યાલ નહિ હોય. આજકાલ ફરના કોટ અને સાપ કે મગરની ચામડીમાંથી બનાવેલી પર્સની ફેશન ને ફેશનના પગલે તેની માંગ વધી ગઈ છે. ફરનો આ કોટ કેવી રીતે બને છે, જાણો છો? સીલ, સસલાં, રીંછ, શિયાળ, બીવર વગેરે જેવાં પ્રાણીઓની ચામડી ઉપરથી ફર મળે છે. જુદીજુદી અમાનુષી રીતે આ પ્રાણીઓનાં ફર મેળવાય છે. બીજા કોટની સરખામણીમાં સીલના ફરનો કોટ ખૂબ મોંઘો હોય છે. જો કે એ જેટલો મોંઘો છે તેટલો જ મોહક પણ છે. સીલ એ સમુદ્રનું એક પ્રાણી છે, પરંતુ તેને પકડવાનું કામ સહેલું નથી. આથી મોટી સીલને ગોળીથી મારી નાંખી પકડવામાં આવે છે, પરંતુ “ફર'નો વધુ ભાવ ઉપજાવવો હોય તો સીલને ગોળીથી મારી નાંખે ન ચાલે; કારણ આમ કરવાથી તેની ચામડી ખરાબ થઈ જાય! સીલના તરતના જન્મેલા બચ્ચાનું ફર વધુ મુલાયમ હોય છે. આથી સીલના ૧૩-૧૪ દિવસના બચ્ચાને તેની માતાથી અલગ પાડી રિબાવી રિબાવીને મારી નાંખવામાં આવે છે. ઘણી વખત તો તેની મરવાની પણ રાહ જોયા વિના અધમૂઆ થઈ બેહોશ થઈ ગયેલા સીલના બચ્ચાના શરીર પરથી તેની ખાલ ઊતરડી લેવાય છે! તરફડાટ કરતા એ સીલના બચ્ચાના શરીરમાંથી લોહીનો ફુવારો છૂટે છે; ને માંસના લોચા બહાર નીકળી આવતાં એ માસુમ બચ્ચે સદાને માટે તરફડતું બંધ થઈ જાય છે. કોઈ ફેશનપરસ્ત સ્ત્રીના દેહને શોભાવતા “ફર કોટ’માટે આવાં ૮૧૦ કુમળાં બચ્ચાંને મોતને ઘાટ ઉતારવાં પડે છે. બીજાં કેટલાંક જાનવરોને “ફર” માટે ઘાતકી રીતે પકડી તેમને દિવસો સુધી રિબાવી રિબાવીને મારવામાં આવે છે. બીવર નામના પ્રાણીને પકડવા ખીલા ને તાર ઠોકેલાં લાંબાં ને વજનદાર લાકડાં જંગલોમાં મૂકવામાં આવે છે. બીવરનો પગ આમાં ફસાઈ જાય પછી એ ફરી નીકળી ન શકે એવી રીતે આ ખીલા જડેલા હોય છે. આવા પિંજરામાં કોઈ બીવર ફસાઈ જાય તે પછી તેને ૧૫-૨૦ દિવસ સુધી આમ ને આમ ભૂખ્યું-તરસ્ય રાખી તડપાવીને મારી નાંખવામાં આવે છે. સુંદર ટોપીઓ બનાવવા માટે રીંછના ફરનો ઉપયોગ કરવામાં આવે છે. આ Page #35 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ માટે રીંછના તાજા જન્મેલા બચ્ચાંને ૨૪ થી ૪૮ કલાકમાં મારી નાંખી તેની મુલાયમ ખાલ ઉતારી લેવાય છે. સાપની ચામડી ઊતરડી લેવા માટે જીવતા સાપને પકડીને તેને ઝાડના થડમાં ખીલો ઠોકી જડી દેવામાં આવે છે. સાપ તરફડિયાં મારતો રહે છે. એક માણસ સાપની પૂંછડી પકડી ચપ્પથી તેના શરીરમાં ઊભો ચીરો મૂકે છે; ને બીજો માણસ તરત તેની ચામડી ઊતરડી લે છે. જીવતે જીવ માંસના લોચા બહાર નીકળી આવે છે. પરંતુ આ રીતે ૧૫-૨૦ સાપ મારી તેમાંથી બનાવેલી મુલાયમ પર્સ કે ચંપલ જોતાં તેમને કદી તરફડિયાં મારતાં સાપની કલ્પના આવે છે!! સુગંધીદાર અત્તર દિલ-દિમાગને અને દેહને મધમધતું બનાવી મૂકે છે અત્તરની સુવાસ જેટલો વધુ લાંબો સમય ટકે તેટલું તે અત્તર વધુ મોંઘું હોય છે. આવાં અત્તર બનાવવા માટે કસ્તુરીનો ઉપયોગ થાય છે. આ કસ્તુરી, કસ્તુરી મૃગ અને સિવેટ નામના પ્રાણીના શરીરમાં હોય છે. સિવેટ એ બિલાડી જેવું પ્રાણી છે. આપણા દેશમાં આ પ્રાણી ખાસ જોવા મળતું નથી પરંતુ આફ્રિકામાં સિવેટની સંખ્યા ઘણી છે. કસ્તુરી મૃગની નાભિમાંથી કસ્તુરી મેળવવા આ મૃગને ગોળીથી ઠાર કરી તેને ચીરી નાખવામાં આવે છે. મૃગની ચામડી ઊતરડી ચંપલ કે પર્સ બનાવવાના કામે લેવાય છે. તેની નાભી કાપી તેમાંથી મળેલી કસ્તુરીમાંથી મગજને તરબતર કરતું સુવાસિત અત્તર બનાવાય છે ! પરંતુ સિવેટની કસ્તુરીની વાત તો આથી પણ વધુ કમકમાટી ઊપજાવે છે. પહેલાં તો સિવેટને એક નાના પાંજરામાં પુરવામાં આવે છે. કહેવાય છે કે સિવેટ જેટલું વધારે ગુસ્સે થાય : ચિડાય તેટલા વધુ પ્રમાણમાં તેના શરીરમાં કસ્તુરી બને છે. આથી ફેશનપરસ્તીમાં અંધ બનેલો માનવી તેને લાકડી ઘોંચી ઘોંચીને ચીડવે છે. આમ ને આમ ૧૫-૨૦ દિવસ સુધી સિવેટને સતત ગુસ્સામાં ચિડાયેલું રખાય છે, જેથી ત્યાં સુધીમાં થોડી વધુ કસ્તુરી તેના શરીરમાં બની રહે. ૧૫-૨૦ દિવસ બાદ સિવેટના પેટ પર ચીરો મૂકી તેની ગ્રંથિમાંથી કસ્તુરી કાઢી તેની જગ્યાએ માખણ કે મીણ ભરી દેવાય છે. ત્યારબાદ પાટા પિંડી કરી સિવેટને મહિના સુધી પિજેરામાં રાખી બીજે મહિને ફરી તેના પેટમાં ચીરો મૂકીને કસ્તુરી કાઢવામાં આવે છે! પરફયુમ બનાવવામાં વપરાતો “એંબરગિસ'નામનો સુગંધિત પદાર્થ વ્હેલ માછલીના શરીરમાંથી મેળવાય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ અન્ય કેટલાંક સૌંદર્યપ્રસાધનોમાં વપરાતો “એસ્ટ્રોજન' નામનો પદાર્થ ગર્ભવતી ઘોડીના મૂત્રમાંથી મેળવાય છે. આ માટે ઘોડીને દર ચાર-પાંચ કલાકે દંડાથી ફટકારી તેનું મૂત્ર ભેગું કરવામાં આવે છે. વળી આ ઘોડી હંમેશાં ગર્ભાવસ્થામાં રહે એવા પ્રયાસો કરાય છે. પરંતુ સૌંદર્યપ્રસાધનો, અત્તર, ક્રીમ, લોશનની લટકાળી દુનિયાની ભીતરની આ અમાનુષી વાત આટલેથી જ નથી અટકતી. જેમ દવા બનાવી તે માણસ માટે હાનિકારક નથી, તેની સાબિતી માટે પ્રાણીઓ પર તેનો પ્રયોગો થાય છે તેમ સોંદર્યપ્રસાધનો બનાવી તે માણસની ચામડી કે વાળ માટે નુકસાનકારક તો નથી ને તે જોવા પ્રાણીની ચામડી ને વાળ પર પ્રયોગો થાય છે. આફટર શેવ લોશન'', “કોલોન” કે માથું ધોવા માટે વપરાતા “શેમ્પ”નો પહેલાં પ્રાણીઓ પર પ્રયોગ કરવામાં આવે છે. આ શેમ્પ કદાચ આંખમાં જાય તો માણસની આંખને નુકસાન કરે નહિ તે જોવા સસલાની આંખમાં શેમ્પ છાંટવામાં આવે છે. સસલું આંખો બંધ ન કરી દે તે માટે તેની પાંપણોને પટ્ટી મારી કે તેમાં ટાંકણીઓ ઘોંચી તેને ઊંચી રાખવામાં આવે છે! આમ ને આમ ઘણી વખત સસલાં આંધળાં થઈ જાય છે. જોકે આ બધાં પ્રસાધનો આવાં ઘાતકી કૃત્યો આચરીને નથી બનાવાતાં, કેટલાંક પ્રસાધનો વનસ્પતિ કે અન્ય કૃત્રિમ પદાર્થોમાંથી પણ બનાવવામાં આવે છે. - વિજ્ઞાનને તબીબી ક્ષેત્રના વિકાસ માટે કે રોગોના ઈલાજ માટે અને દવાઓ માટે પ્રાણીઓ પર અત્યાચારો થતા આવ્યા છે અને હજુ થતા રહે છે, પરંતુ માત્ર સૌંદર્ય ને ફેશન માટે કે શોખ માટે જ આ અસંખ્ય માસુમ-મૂંગા જાનવરો પર અત્યાચાર શું કામ? (તા. ૧૧-૧-૭૮ : જનસત્તામાંથી સાભાર-ઉધૂત) ઈંડાં ખાનારાઓ! મરઘીનો ચિત્કાર સાંભળશો! ઈંડાનો વિરોધ કરવામાં મારાં કારણો અડધાં વૈજ્ઞાનિક અને એકસો ટકા ઈંડાં આપનારી મુરઘીઓ ઉપર થતા અત્યાચાર વિષેનાં છે. ઈંડાંની સન્ડે કે મન્ડની જાહેરખબર લખનારા મહાન કલાકારની પત્ની વેંકટેશ્વર હેચરીઝ - જે મુરઘીપાલન માટેનો મસાલો તેમ જ મુરઘીની કતલ કરીને ચિકન વેચે છે તે કંપનીના શેરો વેચનારા પાંચ જૈન શેરદલાલોની પત્નીઓ, વેંકટેશ્વર હેંચરીઝના ઑફિસરોની પાંચ Page #37 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ પત્નીઓ અને જે મૅગેઝિનો ઈંડાં ઉત્પાદકસંઘની પ્રચાર જાહેરખબરો છાપે છે તેના તંત્રીઓની પાંચ પત્નીઓ મારી સાથે આવે અને મરઘીઓનું કહેવાતું વૈજ્ઞાનિક ઢબનું જે પાલન થાય છે ત્યાં પાંજરામાં માત્ર ત્રણ કલાક મરઘીઓ વચ્ચોવચ્ચે બેસે અને પછી ફેંસલો કરે કે આ મરઘીઓનાં ઈંડાં ખાઈ શકાય, તો હું ઈંડાનો વિરોધ નહીં કરું. ભેંસો ચરતી હોય, ખેતરોમાં ગાયો ચરતી હોય કે ઘરના વાડામાં કે જંગલોમાં મરઘીઓ “કુકર કુકર' કરીને ચણ કે ચારો ચરતી હોય તે દૃશ્ય રળિયામણું છે. તે બધાંને ચારો કે ચણ ખાતાં જોવાની મજા પડે છે. એક કે સવા ફૂટને અંતરે રાખેલા પિંજરામાં એકસાથે હજારો મરઘીઓ રખાય છે. આવી હાલતમાં રખાતી મરઘીનાં ઈંડા ખાવાં પાપ ન ગણો તો પણ એ કઠોરતા અને દુષ્ટતા તો ગણાય જ. કેટલીક હકીકતો વાંચો : (૧) લંડનના “સન્ડે ટેલિગ્રાફીના લેખિકા તમારા ફારન્ટ તા.૩-૪-'૮૯ના અંકમાં લખે છે કે, પિંજરામાં પકડેલી મરઘી ઇંડાં મૂકે પછી તેના જે બારીક છિદ્રો ઈંડાંમાં હોય તેમાં હાનિકારક જંતુઓ પ્રવેશી શકે છે. આ જંતુઓનો પ્રવેશ ત્યારે વધુ શક્ય બને છે જ્યારે ઇંડાં મૂકનારી મરઘી ખૂબ જ માનસિક અને શારીરિક ત્રાસમાં જીવતી હોય. ગ્લાસગો યુનિવર્સિટીના મહિલા વિશેષજ્ઞ ડૉ. સેલિ સોલોમન છેલ્લાં સોળ વર્ષથી ઈંડાંના કોચલાનો અભ્યાસ કરતાં હતાં. જ્યારે ઈંડાંઓને ગંદા વાતાવરણમાં સંઘરાય છે ત્યારે તેને સાલ્મોનેલાનાં જંતુ લાગવાની શક્યતા વધે છે. મુંબઈમાં લોકો જે ઈંડા ખાય છે તે ઈંડાં જ્યાંથી આવે છે તે પોસ્ટ્રી ફાર્મ ઉપરથી ચોખ્ખાં દેખાય પણ આજુબાજુની ગંદકી અને મરઘીને અપાતા ગંદા ખોરાકની ગંધ જ ત્રાસદાયક હોય છે. ડૉ. સોલોમને માઈક્રોસ્કોપી ટેકનિકથી જોયું કે શારીરિક તાણમાં જીવતી મરઘીનાં ઈંડાંનાં કૉચલાનાં છિદ્રો ખુલ્લાં થયેલાં હોય છે, જે નરી આંખે દેખાતાં નથી. મુંબઈની બજારોમાં ખુલ્લાં રખાતાં ઈંડાં જંતુ પ્રવેશવાને પાત્ર છે. (૨) “ઈલસ્ટ્રેટેડ વીકલી'ના ૩ જુલાઈ, ૧૯૮૮ના અંકમાં મેનકા ગાંધીએ લખ્યું છે : “શું ચિકન અને ઈંડાં એ તમારો ફેવરીટ ખોરાક છે? તો આ વાંચો - પૉસ્ટ્રી ઉદ્યોગની ભાષામાં જે નાજુક બચ્ચાંને “ચિક' કહે છે તે મરઘીની પાંખમાં ભરાવી રખાય છે. બચ્ચે દોડતું થાય ત્યાં સુધી તેણે ભરાઈ રહેવું પડે છે. એક દિવસની ઉંમરના “ચિકને ઈંડાંનો વેપારી પસંદ કરે છે, પછી બાકીનાને મારી નાખતો નથી. સૌપ્રથમ તો તે બાળમરઘીની ચાંચને એક ચપ્પને અગ્નિમાં તપાવીને કાપી નાખે Page #38 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ છે. બચ્ચાના શરીરનો ચંચળ ભાગ તેની ચાંચ છે. આ ચાંચને એટલા માટે કાપી નખાય છે કે તે પિંજરામાં પુરાય ત્યારે બીજી મરઘીઓ સાચે ચાંચથી લડાઈ ન કરે. મરઘી માદા હોય અને ઇંડાં આપવાની હોય તેને જુદી તારવવામાં આવે છે. મરઘીના ભાઈની હાલત જોવા જેવી છે. આ બધા નર મરઘાને પ્લાસ્ટિકના મોટા થેલામાં ખડકવામાં આવે છે. અને તેમાં દબાવીને, ગૂંગળાવીને મારી નખાય છે. એ પછી પણ મરઘા ન મરે તો ક્લોરોફોર્મ છોડાય છે. બધાં જ બચ્ચાં મરી જાય પછી ૩૦ મિનિટ સુધી સખત ગરમી અપાય છે અને પછી એ મડદાંઓને દળીને તેનો પાવડર બનાવીને, એ પાવડર જ તેની “જાતભાઈ” અગર કહો કે “જાત-બહેનો' જે ઈંડાં મૂકતી હોય તેને “પૉસ્ટ્રી ફીડ” તરીકે ખવડાવાય છે. બાકી ઈંડાં આપીને કમાણી કરનારી મરઘીઓ હોય તેને લાઈનબંધ પિંજરામાં પુરાય છે. પાંચ ફૂટ ઊંચો આ ખડકલો હોય છે. દરેક પિંજરામાં ૮ થી ૧૦ ચિક મરઘી હોય છે. તેમની નાનકડી પાંખને તેઓ પ્રસરાવી ન શકે તેટલી ગિરદી પિંજરામાં હોય છે. મરઘીના વૈજ્ઞાનિક પાલનની ઘાતકી કિતાબના નિયમ પ્રમાણે જ પિંજરામાં આ ગિરદી કરવી પડે. નહીંતર મરઘીનો ધંદો નુકસાનકારી બની રહે. પિંજરામાં પુરાયા પછી આ મરઘી કદી જ બહારની દુનિયા જોતી નથી. ૪૦ વર્ષ પહેલાં જે માંસાહારી મિત્રો અને તેને રવાડે ચડેલા હિન્દુ મિત્રો કોઈ કોઈ વાર ઈંડાં ખાતા તે મરઘીઓ જુદી હતી અને ઈંડાંઓ જુદાં હતાં. એ મરઘીઓ ખેતરમાં ફરતી હતી, હવે તો પોતાની જ વિષ્ટા ખાતી, પોતાનાં જ બચ્ચાંનો પાઉડર કરીને ખાતી અને અમેરિકાથી આયાત કરેલાં ગંદાં ખાદ્યો ખાતી મરઘીઓનાં ઈંડાં ખવાય છે. જે જૈન મહિલાનો જુવાન દીકરો ઇંડાંની આમલેટ ખાતો હોય તે મહિલાને મરઘીનાં પિંજરામાં નહીં પણ મરઘી માટે જે આહાર બને છે તે જગ્યાએ પાંચ કલાક ઊભી રાખો તો પછી કદી જ તે તેના દીકરાને ઈંડાં ખાવા ન દે એટલી બદબૂ ત્યાં આવતી હોય છે. મરઘી પિંજરામાં પુરાઈ હોય તે ઘણી વખત પાણી કે ખોરાકને આંબવા બીજી મરઘી ઉપર ચઢીને તેને કચડતી કચડતી ખાય છે. પિંજરામાં ચીસાચીસ થાય છે. કેટલાક ચાર પાંચ સપ્તાહના ચિકને હૃદયરોગનો હુમલો થવાથી તેઓ મરી જાય છે. એક મરઘીનું આયુષ્ય બાર વર્ષનું હોય છે. પિંજરામાં પુરાયા પછી બીજે વર્ષે તેની પાંખો કપાઈ જાય છે. તે દૂબળી બની જાય છે. જો મરઘી બરાબર ઈંડાં ન આપે તો તેની કતલ કરીને તેની જગ્યાએ સારી મરઘી મુકાઈ જાય છે. આ પિંજરે પડેલી મરઘીઓમાં ૨૦ ટકા તો કેન્સર કે શ્વાસના રોગથી મરી જાય છે. ઈંડાં આપનારી Page #39 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ મરઘીને પણ નફાની દૃષ્ટિવાળો સાયન્ટિફિક પૉસ્ટ્રી ઉદ્યોગવાળો ૧૮ થી ૨૪ મહિનામાં નકામી ગણે છે. વધુ ને વધુ ઈંડાં આપે તે માટે મરઘીને વિદેશથી આયાત કરેલી દવાઓ વગેરે આપવામાં આવે છે, તેથી મરઘીના આંતરશરીરની વ્યવસ્થા કથળી જાય છે. બે વર્ષમાં તે બિચારી બુઢી થઈ જાય છે અને એટલે તેની કતલ થઈ જાય છે. હજી તો આ ક્રૂરતાની વાત બાકી છે. ઘણા ગુજરાતીઓ ચિકન' “ચિકન' બોલે ત્યાં તેમના મોઢામાં પાણી આવે છે. આવા ચિકનનો જબરો ઉદ્યોગ છે. નર મરઘામાંથી સારા ચિકન બને છે, તેને “બ્રોઈલર' કહે છે. આ બ્રોઈલરનાં ફાર્મ પણ ફેક્ટરી ઢબેથી ક્રૂર આર્થિક નિયમો પ્રમાણે ચાલે છે. વિરોધાભાસ જોઈ લો કે એક તબક્કે નર-મરઘાને મારી નાખવા પડે છે. ઈંડાં આપતી મરઘીને પળાય છે જ્યારે બ્રોઈલર માટે નર-મરઘા જ કામના હોય છે એટલે નારી-મરઘીને તો ગેસ આપીને મારી નખાય છે અને તેને બાળીને તેનો ખોરાક બનાવાય છે. આ બ્રોઈલરની ફેક્ટરીના એક વિભાગમાં ખાસ્સા ૯૦,૦૦૦ મરઘા રખાય છે. આ ફેક્ટરીમાં કામદારો દિવસમાં એક વખત આ શેડમાં આવે છે. મરી ગયેલા મરઘાને ઉપાડી લે છે. બ્રોઈલર મરઘો આઠ સપ્તાહનો થાય ત્યારે તે ફાર્મ મોટી કંપનીનું હોય તો તેને મશીનથી કપાય છે, નહીંતર હાથેથી કાપી નખાય છે. દરેક મરઘી, પછી તે ઈંડાં માટે પળાતી હોય કે માંસાહાર માટે, તે બિચારી સતત રસાયણોના ડોઝ લેતી હોય છે. ભારતના પૉસ્ટ્રી ફાર્મરો લગભગ ૧,૦૦૦ જેટલી વિદેશી અને દેશી દવા વાપરે છે. મોટે ભાગે મલ્ટિનેશનલ કંપનીઓ આ દવા આપે છે. ઈંડાં વધુ પેદા કરવાની દવા અને મરઘીને થતા રોગો સામે રક્ષણ માટેની આ દવા છે. દયાળુ જેનો તાણીતોડીને ફંડ એકઠું કરીને ઈંડાની વિરુદ્ધમાં પ્રચાર કરતી મોંઘી જાહેરખબરો આપે છે, તેને ખબર નથી કે જો તેમની વાત માનીને લોકો ઈંડાં ખાતા બંધ થઈ જાય તો મલ્ટિનેશનલ કંપનીઓ કરોડો રૂપિયાના દવાના વેપારથી હાથ ધોઈ નાખે. એટલું જ નહીં, મલ્ટિનેશનલ કંપનીઓ જે ભાવે જેવી દવા આપે તે પૉસ્ટ્રી ફાર્મરે ખરીદવી જ પડે છે. આમ ઈંડાંના પ્રચાર પાછળ એક મોટા નફાખોરીના ઉદ્યોગનું પડ્યુંત્ર રચાયેલું હોય છે. તમને એ વાતની જાણ નથી કે ઈંડાને ફોડીને તમે રૂડારૂપાલા પીળા રંગનો અંદરનો ભાગ જુઓ છો તેને વધુ રૂપાળો અને રંગદાર બનાવવા સિટ્રાનાફસાનથિન નામનું હાનિકારક રસાયણ મરઘીને અપાય છે. જે મરઘી મુક્તપણે ખેતરમાં ફરતી હોય તે કુદરતી ખાદ્ય ખાતી હોય છે. લીલા ઘાસના ચારાને કારણે તેનાં ઈંડાંનો Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૦ બાર પ્રકારની હિંસાઓ પીળો ભાગ સરસ હોય છે. પિંજરામાં પુરાયેલી મરઘીને આ કામ રસાયણો દ્વારા કરવું પડે છે. જો કોઈએ ચિકન માટે મરઘી કેમ કપાય છે તે જોવું હોય તો વેંકટેશ્વર હેચરીઝ અગર તેની સમકક્ષ કંપનીની ચિકન ફેક્ટરી જોઈ આવજો. કદાચ ઘણા લોકો લલચાવનારી જાહેરખબર વાંચીને ઊંચા ડિવિડન્ડના વચનવાળી હેંચરીઝના શેરો પણ ખરીદ્યા હશે. મરઘીઓની કતલ આ રીતે થાય છે : પ્રથમ તેની ડોકને મશીનની કાતરો કાપે છે. એ પછી મશીનમાં જ ભરાયેલી રહીને તે પાંખ ફફડાવતી રહે છે. મશીનના ભોંયરામાંથી બહાર નીકળે ત્યારે લોહી ટપકતું હોય છે, પાંખ ફફડતી હોય છે અને એ હાલતમાં તેને ફળફળતા પાણીમાં ઝબોળી દેવાય છે. ત્યાં તેના રામ રમી જાય છે. એ રમી ગયેલા રામને શોખીનો પોતાની ડિશમાં સ્વાદિષ્ટ ચિકન તરીકે ખાય છે. એક સોની કુટુંબની ૧૯ વર્ષની યુવતી વિધવા થઈ ત્યારે તેની સાસુએ તેને ફળફળતા પાણીથી નવડાવીને કહ્યું, “તારો વર મરી ગયો, તારે જીવવાની શું જરૂર છે?” એ બહેન તો જીવી ગઈ છે, પણ ફળફળતું પાણી શરીર પર પડે ત્યારે શું હાલત થાય તેની તેને જરૂર કલ્પના હશે! ઈંડાં ઉપરના વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગોનો નિષ્કર્ષ - સંજય વોરા મેરી જાન, મેરી જાન, મુરગી કે અન્ડે... મારા પાંચ વર્ષના ટેણિયા ભત્રીજાનું ગીત સાંભળી મારા કાન સરવા થયા. હજી હું કંઈ પૂછવા આગળ વધુ એ પહેલાં તેણે બીજી કડી લલકારી : સન્ડે હો યા મન્ડ, રોજ ખાઓ અડે. અમારા પાડોશીના ઘરે જ્યારે પણ કેક લાવવામાં આવે ત્યારે આ નટખટ ભત્રીજો પહેલો પ્રશ્ન એ પૂછતો : આમાં ઇંડાં છે? કેકમાં જો ઈંડાં છે એવી ખબર પડે તો તે લાલચ છોડીને પણ ખાવાની ના પાડી દેતો. ઈંડા વગરની કેક હોય તો જ તે ખાવા માટે તૈયાર થાય. આવા અણિશુદ્ધ શાકાહારી વાતાવરણમાં ઊછરેલા અબુધ બાળકને પણ ટીવીની બોલકી જાહેરખબરોની ઝપટમાં આવી ગયેલો જોઈ મને આશ્ચર્ય થયું અને આઘાત લાગ્યો. છેલ્લા થોડા સમયથી દેશભરમાં રેડિયો, ટી.વી. અખબારો અને મેગેઝિનોના માધ્યમથી ઈંડાનો જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. મરઘાં ઉછેર કેન્દ્રોના માલિકોએ અને સરકારે જાણે કસમ ખાધી છે કે કોઈને પણ ઈંડા ખવડાવ્યા વગર છોડીશું નહિ. Page #41 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૪૧ દેશની માંસાહારી પ્રજાને તો આવો બોધપાઠ આપવાની જરૂર જ ન હોય, એટલે સ્વાભાવિક છે કે પ્રચારની આ પડઘમ દ્વારા શાકાહારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. - ઈંડાં શાકાહાર ગણાય કે માંસાહારી એની ચર્ચા આપણે પછી કરીશું. મુખ્ય પ્રશ્ન એ છે કે શું ઈંડું સંપૂર્ણ ખોરાક છે? અને તેનાથી શરીરમાં બહુ તાકાત આવે છે એ વાત સાચી છે? શું તેનાથી માત્ર લાભ જ થાય છે અને કોઈ નુકસાન થતું જ નથી? ઈંડાંમાંથી જે પોષણ મળે છે તે કોઈ શાક, ફળ, અનાજ કે કઠોળમાંથી નથી મળતું? જ્યારે કોઈ વસ્તુના ગુણોની બાંગ પોકારવામાં આવતી હોય ત્યારે તેના અવગુણોથી પણ પ્રજાને સાવચેત કરવી જોઈએ, ઈડાંનો પ્રચાર કરનારાઓ એકપક્ષી રજૂઆત કરી બેઈમાની કરી રહ્યા છે. પોતાનો ધંધો જમાવવા તેઓ લોકોની આંખમાં ધૂળ નાંખે છે. એટલે સુધી કે ઈંડાં ન ખાનારા લોકોને તેઓ પછાત અને અવૈજ્ઞાનિક ગણાવે છે. ઈંડાંનો પ્રચાર કરવા માટે તેઓ ડૉક્ટરોના અભિપ્રાયો પણ ટાંકે છે. એમ કહેવાય છે કે ઈંડાંનો ૬૫ ટકા ભાગ પચાવીને શરીર ગ્રહણ કરી લે છે પરંતુ હકીકત કંઈક અલગ છે. નોબેલ પારિતોષિકવિજેતા હૃદયરોગના નિષ્ણાતો પ્રોફેસર માઈકલ એસ. બ્રાઉન અને જોયફ એલ. ગોલ્ડસ્ટીનનો સ્પષ્ટ અભિપ્રાય છે કે હૃદયરોગના હુમલાનું મુખ્ય કારણ ઈંડાંનો આહાર છે. ઇંડાંમાં કોલેસ્ટરોલ પ્રચુર માત્રામાં છે, જે હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગનું કારણ છે. આટલું ઓછું હોય તેમ કોલેસ્ટરોલનો નિકાલ કરવાની શરીરની શક્તિ ઈંડાંનાં આહારથી ઘટે છે. સર્વેની પીપૂડી વગાડનારા લોકોએ આલતુફાલતુ ડૉક્ટરોના અભિપ્રાયની સાથે આ નોબેલ પારિતોષિકવિજેતા તબીબોના અભિપ્રાય પણ ટાંકવા જોઈએ. જાહેરખબરોમાં ઈંડાની પ્રશસ્તિ પૂર્ણ આહાર તરીકે કરવામાં આવે છે. મૂરતિયો ભલે કાણો, કૂબડો અને બાઘો હોય, તેની મા તો વખાણ જ કરવાની. ઈંડાંનું પણ આવું જ છે. તેમાં એકાદ વિટામિન સિવાય બાકીનાં જીવનતત્ત્વોનો સર્વથા અભાવ છે. દાખલા તરીકે, તેમાં વિટામીન સી જરાય નથી. કાર્બોહાઈડ્રેડ અને કેલ્શિયમ જેવા પદાર્થો વગર કોઈ ખોરાક પૂર્ણ ન ગણાય. આ બંનેનું ઈંડાંમાં નામોનિશાન નથી. તેમાં જે વિટામિન બી-૧, બી-૨ અને બી-૧૨ના અંશો હોય છે તે તેની રાંધવાની પ્રક્રિયામાં બળી જાય છે. બ્રાઉન અને ગોલ્ડસ્ટીને વર્ષોના અનુભવ અને પ્રયોગો પછી એક સત્ય તારવ્યું હતું કે શાકાહારીઓની સરખામણીએ માંસાહારીઓમાં હૃદયના, કિડનીના અને લોહીના દબાણનો રોગો વધુ થાય છે અને તેનું કારણ ઇંડાંનો આહાર તેમ જ માંસાહાર છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૪૨ બાર પ્રકારની હિંસાઓ ઈંડાંને શ્રેષ્ઠ ખોરાક ગણાવનારાઓ ભૂલી જાય છે કે ૧૦૦ ગ્રામ ઈંડામાંથી માત્ર ૧૬૦ કેલરી જ પ્રાપ્ત થાય છે. જ્યારે મગ, અડદ, મસૂર, ચણા, વટાણા જેવા કઠોળમાં દર ૧૦૦ ગ્રામે ૩૨૫ થી ૩૫૭ કેલરી ગરમી મળે છે. ઈંડાંથી ત્રણગણી શક્તિ મગફળીમાં મળે છે એ હકીકત પણ શાકાહારીઓને જણાવવી જોઈએ. ઈંડાંનાં પ્રચારકોની મુખ્ય દલીલ એ છે કે તેમાં પુષ્કળ પ્રોટીન છે. ૧૦૦ ગ્રામ ઈંડાંમાં ૬.૮ ગ્રામ પ્રોટીન હોય છે (જાહેરખબરમાં તો થોડું પ્રોટીન ઘરનું ઉમેરી સાત ગ્રામ બતાવાય છે, પરંતુ તમામ કઠોળોમાં ૧૪ ગ્રામ અથવા વધુ પ્રોટીન હોય છે. તલ અને મગફળી જેવાં તેલીબિયાંમાં તો આ પ્રમાણ ૨૧થી ૨૫ ગ્રામ થઈ જાય છે. એક રૂપિયાનાં ઈંડાં ખાવાથી જેટલું પ્રોટીન મળે છે તેટલું પ્રોટીન કઠોળ અથવા મગફળીમાંથી મેળવવા માટે ચાળીસ-પચાસ પૈસા જ ખર્ચવા પડે છે. એક વખત માની લીએ કે પોષણની બાબતમાં નોબેલ પારિતોષિકવિજેતા વિજ્ઞાનીઓ જૂઠા છે અને ઈંડાંના પ્રચારકો સાચા છે તો પણ ઈંડાંને શાકાહારી કયા અળવીતરા તર્કથી બતાવાય છે તે સમજાતું નથી. શાકાહાર અથવા અન્નાહારની સરળ વ્યાખ્યા કરીએ તો જે વસ્તુ વૃક્ષ અથવા છોડ પર ઊગે તેને શાકાહાર કહેવાય. શું ઈંડું વૃક્ષ પર ઊગે છે? ના, તો પછી તેને શાકાહાર શી રીતે કહી શકાય? આવા પ્રચાર સામે જ શુદ્ધ શાકાહારીઓનો મુખ્ય વાંધો છે. ઈંડાંને શાકાહાર સાબિત કરવા માટે જાતજાતની ઉટપટાંગ દલીલો કરવામાં આવે છે. એક તર્ક એવો છે કે ઈંડાંમાં કોઈ જીવ નથી, માટે શાકાહારી ગણાય. જો આ દલીલ માની લઈએ તો બકરાને કે બળદને મારી નાખ્યા પછી તેના માંસમાં પણ કોઈ જીવ નથી રહેતો એટલે તેને પણ શાકાહાર માનવો પડે. તેઓ બીજી દલીલ એ કરે છે કે દૂધ પ્રાણીના શરીરમાંથી મળે છે છતાં શાકાહારીઓ તેનું સેવન કરે છે; તેવી જ રીતે ઇંડાં મરઘી આપે છે માટે તેને પણ શાકાહાર ગણી શકાય. દૂધમાં અને ઈંડાંમાં એક પાયાનો તફાવત છે. ગાય કે ભેંસના શરીરમાં જે દૂધ પેદા થાય છે તે પોષણના હેતુથી થાય છે. દૂધમાંથી ક્યારેય ગાય પેદા થતી નથી, કારણ કે તેમાં જીવ નથી હોતો. આ કારણે દૂધ વાપરવામાં શાકાહારીઓને કોઈ વાંધો હોઈ શકે નહિ. ઈંડાંની વાત સાવ અલગ છે. મરઘીના શરીરમાં ઈંડું તૈયાર થાય છે. તેનો હેતુ નવા જીવના સર્જનનો હોય છે. ઈંડાંમાંથી મરઘી પેદા થઈ શકે છે, માટે તેને શાકાહાર ગણી શકાય નહિ. ઈંડાંને શાકાહારમાં ખપાવનારાઓ પાસે હજી એક દલીલ બાકી રહે છે. તેઓ કહે છે, મરઘાના સંયોગ વગર મરઘી જે ઈડું મૂકે તેમાંથી તો ક્યારેય બચ્ચું પેદા Page #43 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૪૩ નથી થતું માટે આ તો શાકાહાર ગણી જ શકાય. જીવવિજ્ઞાનનો પ્રાથમિક અભ્યાસ કરનાર માણસ પણ કહી શકશે કે પ્રજનન માટે તૈયાર થતું માદા અંડ પોતે પણ એકકોષી જીવ છે. એટલે મરઘાના સંયોગ વગરના મરઘીના ઈંડામાં પણ જીવ તો હોય જ છે અને આ જીવ કોઈ કાકડી, ટમેટાં કે તરબૂચનો જીવ નથી પણ મરઘીનો જીવ છે, એ વાત તો કાંઈ નકારી શકશે નહિ. આ ઇંડાં પર જો મરઘાનું પુરુષબીજ પડે તો તેમાંથી જરૂર બચ્ચે પેદા થાય. આ ઈંડું જો, ખરેખર નિર્જીવ હોય તો તેમાંથી ક્યારેય બચ્ચે પેદા થઈ શકે નહિ. પાંચેક વર્ષ પહેલાં ઈંડું શાકાહારી ગણાય કે માંસાહારી એ પ્રશ્ન ગુજરાતમાં ગરમાગરમ ચર્ચા ચાલી હતી. આ અખબારી યુદ્ધમાં એક બાજુ હતી ગુજરાત સ્ટેટ પોસ્ટ્રી ફાર્મસ કો-ઓપરેટિવ સોસાયટી અને તેનો વિરોધ કરી રહી હતી હિંસા નિવારણ સંઘ નામની જૈન સંસ્થા. મરઘા પાલકોની સોસાયટી પોતાનું વેચાણ વધારવા ઈંડાંને શાકાહારમાં ખપાવતી જાહેરખબરો આપી રહી હતી. હિંસા નિવારણ સંઘે આ જાહેરાતોને હાઈકોર્ટમાં પડકારી હતી. આ ગજગ્રાહમાં સૌથી રસની વાત એ હતી કે મરઘાપાલકોની સહકારી સોસાયટીના પ્રમુખપદે ડૉ. દેઢિયા નામના જેન હતા અને તેમનો વિરોધ કરી રહેલી સંસ્થા પણ જેનોની જ બનેલી હતી. આ વિવાદ વખતે મેં ડૉ. દેઢિયાની એક મુલાકાત લીધી હતી. આ વખતે થયેલી ચર્ચામાં ડૉ. દેઢિયાએ કબૂલ્યું હતું કે કહેવાતાં શાકાહારી ઈંડાંમાં પણ જીવ તો છે જ. ઈંડાંને શાકાહાર ગણાવનારાઓ ખુદ સાચી વાત જાણે છે પણ તેઓ બદઈરાદાથી ખોટો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રકારનું મુખ્ય કારણ એ છે કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હજી મોટી સંખ્યામાં લોકો શાકાહારી છે. ભારતના તમામ ધર્મોમાં માંસાહારનો નિષેધ કરવામાં આવ્યો છે. જે લોકો માંસાહાર કરે છે તેઓ પણ ઘણી વાર ઘરના લોકોથી આ વાત છુપાવે છે. ઈંડાંને શાકાહારી સિદ્ધ કરી તેઓ ગ્રાહકોનું આખું નવું જૂથ તૈયાર કરવા માગે છે. આ માટે તેઓ બેડરૂમ જૂઠાણાંઓ બોલે છે. ભારત જેવા ગરીબ દેશમાં પ્રજાના પોષણની સમસ્યા વિકટ બનતી જાય છે. લોકો અપોષણની અનેક બીમારીઓથી પીડાઈ રહ્યા છે એ નક્કર હકીકત છે. સરકાર જો આ બાબત પ્રત્યે ખરેખર સજાગ હોય તો તેણે સસ્તા, નિર્દોષ અને સુપ્રાપ્ય પોષણના પદાર્થોને પ્રોત્સાહન આપવું જોઈએ. સરકારી નીતિઓને પાપે એક બાજુ કઠોળ જેવા પૌષ્ટિક પદાર્થનું ઉત્પાદન ઘટતું જાય છે અને તેના ભાવો આસમાનને અડે છે. બીજી બાજુ મરઘાપાલન અને મચ્છીમારી જેવા ઉદ્યોગોને કરોડો રૂપિયાની સબસિડી અપાય છે અને ઈંડાંની જાહેરખબરો પાછળ બીજા લાખોનું આંધણ કરવામાં Page #44 -------------------------------------------------------------------------- ________________ ४४ બાર પ્રકારની હિંસાઓ આવે છે. સંદેશો સ્પષ્ટ છે : શાકાહારીઓ માટે દૂધ, શાકભાજી અને કઠોળ મોંઘાં થશે અને માંસ, મચ્છી, ઈંડાં સસ્તાં બનશે. સતીપ્રથા અને હરિજનોના વિવાદમાં અટવાતા શંકરાચાર્યો અને બીજા ધર્મગુરુઓને આ આક્રમણની જરાય ચિંતા નથી. માંસાહારનો પ્રચાર પ્રોટીનના નામે થઈ રહ્યો છે. ઠેઠ પહેલા ધોરણમાં ભણતા બાળકને પણ મગજમાં ઠસાવવામાં આવે છે કે ઈંડાં અને માંસ ખાવાથી તાકાત આવે. આવતી કાલે સરકાર કદાચ તમામ બ્રેડ, બિસ્કિટ અને ચોકલેટમાં પણ પોષણના નામે ઈંડાં ઉમેરવાનું ફરજિયાત બનાવે. માંસાહારી એવી દલીલો પણ કરતા હોય છે કે અમે જો અન્ન વાપરવા લાગીએ તો શાકહારીઓએ ભૂખે જ મરવું પડે. સંયુક્ત રાષ્ટ્રસંઘની એક બેઠકમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. શ્રીમતી ગાંધીએ આ દલીલનો સુંદર જવાબ આપ્યો હતો : “તમે શ્રીમંત દેશો ડુક્કરના શરીરમાં એક કિલો માંસ પેદા કરવા તેને ૭૦ કિલો અનાજ ખવડાવો છો. તમારો એક માણસ જો માંસ ખાવાનું બંધ કરે તો અમારા ૭૦ માણસોનું પેટ ભરાઈ ઈંડાં ખાનારા ચેતજો! એનાથી હૃદયરોગ જલદી થાય છે! - ગુણવંત છો. શાહ ખાસ સિઝન હવે આવી ગઈ છે. જો કે અત્યારે પણ ઈંડાં અને આમલેટની લારીઓ ચકલે અને ચોટેચોટે ઊભી તો હોય જ છે પરંતુ શિયાળો આવે એટલે એવી લારીઓની સંખ્યામાં ચારગણો વધારે થઈ જાય છે. આ કારણે બાકીના દિવસોમાં ઈંડાં નહીં ખાનારાઓમાં એવી (ખોટી) માન્યતા પ્રવર્તે છે કે શિયાળામાં ઈંડાં ખાવાથી શક્તિ અને “તાકાત'માં વધારો થાય છે! ઈંડાંના પ્રચારકોએ તો સરકારી મદદ વડે (એટલે આપણા ખિસ્સામાંથી ગયેલા પૈસા વડે) ટી.વી., રેડિયો અને ફિલ્મો તથા અખબારોમાં જાહેરખબરો આપીને ઈંડાં ખાવા માટે માનસિક દબાણ લાવવાનું ક્યારનુંય શરૂ કરી દીધું છે. પરંતુ ઈંડાંના આ પ્રેમીઓ જાણતા નથી કે ૧૯૮૫માં નોબેલ પારિતોષિક મેળવનાર અમેરિકાના બંને હૃદયરોગના નિષ્ણાતોની સલાહ છે કે “હૃદયરોગથી બચવું હોય તો ઈંડાનું સેવન ન કરો!” હૃદયરોગના આ નિષ્ણાતોનાં નામ ડૉ. માઈકલ એસ. બ્રાઉન અને ડૉ. જોસેફ એલ. ગોલ્ડસ્ટીન છે. નોબેલ પારિતોષિકના ૮૪ વર્ષના ઈતિહાસમાં કોઈને ન મળી હોય એટલી રકમ રૂ.૨૨,૫૦,૦૦૦ એમને મળી હતી. એમણે વિશ્વનું આ Page #45 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૪૫ સર્વોતમ ઈનામ હૃદયરોગ ઉપર એમણે કરેલા સંશોધન માટે મળ્યું હતું. એમનું કહેવું છે કે હૃદયરોગ લાવનાર એક મુખ્ય કારણ ઈંડાં છે. અમેરિકામાં ઈંડાં આપણે જેમ શાકભાજી ખાઈએ એમ, સાહજિકતાથી ખવાય છે.) તેઓ કહે છે કે હૃદયરોગ બાળપણથી જ લાગુ પડી ગયો હોય છે, પરંતુ એની જાણ મોટી ઉંમરે થાય છે. બાળકો ઈંડા ખાય એમાં કંઈ નુકસાન થતું નથી એવી જે માન્યતા છે એ આથી ખોટી ઠરે છે. ઈંડા ખાવાતી બાળકો બહારથી ભલે હૃષ્ટપુષ્ટ દેખાતાં હોય પરંતુ અંદરથી હૃદયરોગનાં બીજ વાવીને બેઠાં હોય છે! આ વૈજ્ઞાનિકોએ કરેલી શોધ પ્રમાણે, દરેક માનવીના શરીરમાં કોલેસ્ટ્રોન નામનું એક તત્ત્વ ઉત્પન્ન થાય છે અને એ તત્ત્વ ખોરાક દ્વારા પણ મળી રહે છે. આ તત્ત્વ વનસ્પતિ અને ભાજીમાં નહિવત્ હોય છે; જ્યારે ઈંડાં અને માંસમાં ખૂબ જ પ્રમાણમાં હોય છે. શરીરમાંના હોર્મોન્સ અને મેમ્બરીન સેલ આ કોલેસ્ટ્રોન તત્ત્વમાંથી બને છે. શરીર માટે આ તત્ત્વ જરૂરી છે. પરંતુ કોલસ્ટ્રોન જો રક્તવાહિનીઓમાં જામવા લાગે તો શરીરમાં ફરતા રક્તપ્રવાહમાં અડચણ ઊભી થાય છે. ધીરે ધીરે એ એટલો બધો જામી જાય છે કે રક્તપ્રવાહ અટકી જાય છે અને હૃદય પણ કામ કરવાનું બંધ કરે છે. એને જ “હાર્ટ એટેક' કહે છે. મગજમાં જો રક્ત ન પહોંચે તો એને “સ્ટ્રોક” કહે છે અને આ જ પદાર્થ મુત્રાશયમાં પથરીના નામે ઓળખાય છે. આ ડોક્ટરોએ જે શોધ કરી એ મુજબ રક્તમાં મળતો લોકેસીટી લિયોપ્રોટીન' (એલ.ડી.એલ.) કોલસ્ટ્રોન સાથે રક્તમાં વહે છે. શરીરમાં હૃદય અને અન્ય ભાગોના સેલમાં રીસ્પટર’ નામનો એક પદાર્થ છે એ આ એલ.ડી.એલ. અને કોલેસ્ટ્રોનને રક્તમાંથી દૂર કરે છે. એના કારણે રુધિરાભિસરણમાં કંઈ વાંધો નથી આવતો. આ વૈજ્ઞાનિકોનો મત એવો છે કે જેઓ ઈંડાં અને માંસ ખાય એમના શરીરમાં આ “રિસ્પેટરોની સંખ્યા ઘટી જાય છે. આથી રક્તમાં કોલેસ્ટ્રોનનું પ્રમાણ વધવા લાગે છે અને હૃદયરોગની ત્યારથી શરૂઆત થાય છે તે “હૃદયરોગના હુમલા'થી અટકે છે. ઈંડાંમાં આ કોલસ્ટ્રોન સૌથી વધુ પ્રમાણમાં મળી આવે છે. આથી ઇંડાં ખાનારાઓને ચેતવવામાં આવ્યા છે. અત્યાર સુધી ઈંડાંને સુપાચ્ય સમજવામાં આવતાં હતાં. કારણ કે એના પ્રયોગ ફક્ત જનાવરો ઉપર જ કરવામાં આવતા હતા; પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ ઈંડાંનો Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૬ બાર પ્રકારની હિંસાઓ પ્રયોગ માનવી ઉપર કર્યો ત્યારે જણાયું કે એ પચવામાં ભારે છે. આથી વિદેશોમાં તો હવે ઈંડાં નહીં ખાવાની ફેશન શરૂ થઈ ગઈ છે. એનું એક બીજું કારણ એ પણ છે કે અમેરિકા અને બીજા દેશમાં ૫૦ ટકા મૃત્યુ ફક્ત હૃદયરોગના કારણે જ થતાં જોવામાં આવ્યાં છે. આપણે ત્યાં ઈંડાં નહીં ખાવાનું કહેવા પાછળના બીજાં બે કારણો પણ છે. ઈંડાંની છાલમાં લગભગ ૧૫ હજાર છિદ્રો હોય છે. એ છિદ્રો સૂક્ષ્મદર્શકમાં જ જોઈ શકાય છે. એ છિદ્રો દ્વારા લાખો જીવાણુઓ ઈંડાંમાં પ્રવેશી જાય છે અને ઈંડાંને ખરાબ કરે છે. ઈંડાંમાંથી દુર્ગંધ આવવાનું કારણ એ જ છે. બીજું કારણ ઈંડાંમાંથી મળી આવતું ડી.ડી.ટી. છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા કરાયેલી મોજણીમાં જાણવા મળ્યું છે કે, ભારતના શાકભાજી અને ઈંડાંમાં ડી.ડી.ટી. મળી આવે છે. એમાં પણ ઈંડાંમાં ડી.ડી.ટી. વધુ પ્રમાણમાં મળી આવે છે. કારણ કે ભારતભરમાં મરઘીઓને રોગચાળાથી બચાવવા માટે ડી.ડી.ટી. જેવી દવાઓનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. આથી ઈંડાં ખાનારાઓના પેટમાં સારા પ્રમાણમાં ડી.ડી.ટી. જમા થવા લાગે છે અને પછી ચિત્રવિચિત્ર પ્રકારના રોગનો ભોગ બને છે. ...ને હવે સસલાં-ઉછેર કેન્દ્રો તા. ૧૬-૯-૮૯ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં સસલાં-ઉછેરની યોજનાની જાહે૨ાત પ્રાણી-ઉછે૨ ખાતાના એડિશનલ ડાયરેક્ટર શ્રી ઓ.ટી. વેંકટશેટ્ટીએ પત્રકાર પરિષદમાં કરી છે. હિમાચલ પ્રદેશમાંથી સસલાંઓને લાવવા - ખેડૂતો માટે તેની કેળવણીની વ્યવસ્થા કરવી... અનેક ખેડૂતો તથા તેના કહેવાતા વેપા૨ીઓને જોઈએ તેટલી સહાય કરવા દ્વારા આ યોજનાને આગળ વધારવા પ્રોત્સાહન આપવું... અદ્યતન ટેકનોલોજી દ્વારા સસલાંઓનું વધુ ને વધુ ઉત્પાદન વધારવું... એક વર્ષમાં લાખો સસલાઓ ઊછરી શકે તેવી મોટી મોટી વેપારી સંસ્થાઓને આ માટે પ્રેરણા તથા પૂરી જોગવાઈઓ કરી આપવી... ને અંતે લાખો કરોડો સસલાઓનાં કાસળ કાઢી તેના માંસ દ્વારા માંગને પહોંચી વળવું. તેની ચામડી-રૂંવાટી દ્વારા ચર્મઉદ્યોગ અને ઊનનાં બજારોને છલકાવી દેવાં (એની ચીસો ઉપયોગમાં નથી લઈ શકાતી, નહીં તો સરકાર એ પણ છોડે તેમ નથી).... આ છે સ૨કા૨નું નવું સર્જન...! Page #47 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ એમ થાય કે આ હિન્દુસ્તાન છે કે “કબ્રસ્તાન”? શું ભારતની પ્રજા જંગલમાં વસતાં જંગલી પશુઓ કરતાંય વધુ જંગલી (રાક્ષસી) છે? સરકાર લોકોની આંખમાં ધૂળ નાંખવા કહે છે કે લોકોની માંસની માંગ .. અને બજારોમાં રહેતી તેની તંગીને પૂરવા આ લાંબાગાળાની યોજના છે. જો માંસનું ઉત્પાદન ઓછું છે તો વિદેશોમાં લાખો ટન માંસની નિકાસ શા માટે કરાય છે? વિકસતા દેશોમાં જેનું વિશિષ્ટ સ્થાન છે, જે ધરા, ધન-ધાન્ય અને ફળ વનસ્પતિઓથી છલકતી જ રહી છે. મબલખ પાક સદાય ઊભરાતો જ રહ્યો છે એ જ હિન્દુસ્તાનમાં રાજકીય કુટિલતાના જોરે તેમજ ભારતવર્ષની પ્રજાના પાપોદયે રોજિંદી આવશ્યક ચીજોને પણ પરદેશભેગી કરી તેની કૃત્રિમ તંગી ઊભી કરાય છે. ને તેથી બળાત્કારે અહિંસક ઇહિંદુ પ્રજાને પાશવિક વૃત્તિવાળી બનાવવામાં આવે છે. ને બિચારાં નિર્દોષ પશુઓને, રમતાં ખીલતાં નાજુક પ્રાણીઓને રીબાવી રીબાવીને ખલાસ કરવામાં આવે છે. હિંસાએ એવી માઝા મૂકી છે કે હવે પતંગિયાંની ચટણી થવા લાગી છે; સાપના સૂપ બનાવ્યા છે; તીડનાં અથાણાં બનવા લાગ્યાં છે; કરચલા - કાચા ને કાચા ગોળની જગ્યાએ ખવાય છે; એ લોસ્ટરનું શાક પણ બને છે; ઈયળો વઘારેલા મરચાની જેમ વપરાય છે; ઈંડાં અને માછલીઓ તો હવે ભૂતકાળ બની ગયો છે. યાદ રાખીએ કે એક પણ ધર્મ જીવોની હિંસા કરવાની રજા નથી આપતો અને પ્રકૃતિનો નિયમ છે કે, બીજા જીવોને ત્રાસ પમાડીને આપણે ક્યારેય સુખી નથી થઈ શકતા. પહેલાં માનવોનાં પેટ ભરવા પશુઓને રીબાવી રીબાવીને મારવાં, પછી તેના જ માંસમાં રહેલાં એસિડિક ઝેરી તત્ત્વોને પરાણે પણ માણસના પેટમાં પધરાવી માણસને પણ રીબાવી રીબાવીને મારવો. આ કેવું વિષચક્ર? શું પ્રજા ભોળી છે? કે રાજનીતિ કુટલિ છે? એક બાજુ સંસ્કૃતિની રક્ષા માટે દેશભરમાં બૂમરાણો મચી છે તો બીજી બાજુ સંસ્કૃતિનો જડમૂળથી નાશ કરતી આવી યોજનાઓ રોજબરોજ બહાર આવતી જાય છે. તેનો સ્પષ્ટ વિરોધ કરવા ભાગ્યે જ કોઈ બહાર નીકળે છે. વિશ્વના ૧૮૦ દેશોએ હાથીદાંતની આયાત-નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છતાં હિન્દુસ્તાનને તેની કોઈ અસર ન થઈ. પણ ઉપરથી તે જ સમયે આંતરરાષ્ટ્રીય ગણાતા મોરનાં પીછાંની નિકાસ કરવાની યોજનાને અમલમાં મૂકી પોતાની કઠોરતા-ક્રૂરતાને મૂર્ખામીને પ્રદર્શિત કરી છે. સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે “જે હિંદુ છે તે ધર્મનો રક્ષક છે, Page #48 -------------------------------------------------------------------------- ________________ ४८ બાર પ્રકારની હિંસાઓ ભક્ષક નહીં જ –' પણ ભોળી પ્રજાને ભ્રમિત કરવા કહેવાય છે કે “સસલાંનું માંસ પાતળું છે. પચવામાં હલકું છે. તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું છે. શરીર માટે પોષ્ટિક છે.” આવો પ્રચાર જ સિદ્ધ કરે છે કે મરઘીના માંસ ને કૃત્રિમ પદ્ધતિથી પેદા કરેલાં તેનાં ઈંડાંઓથી દેશભરમાં કેન્સરને હાર્ટએટેકનાં પ્રમાણો પરાકાષ્ટાએ પહોંચ્યાં છે. તેથી તેનાથી દૂર ભાગતી પ્રજાના ભયને હવે દૂર કરવાની આ એક બનાવટ જ છે! એમ તો ઈંડાંના પ્રચારકો ય તેના જગજાહેર નુકસાનોથી પ્રજાને અજ્ઞાત રાખે જ છે ને? દરેક હિંદુઓ સજાગ બને..ને રાજનીતિને વ્યવસ્થિત ટકાવવા સરકાર માનવમાત્રની લાગણી દુભાવતી આવી યોજનાઓ અમલમાં ન મૂકે તેવો હાર્દિક અનુરોધ છે. ભગવાન સહુને સબુદ્ધિ આપે એ જ એકમાત્ર પ્રાર્થના. કેટલી વાતો જણાવું ! ભારત સરકારે ગરીબોને આર્થિક રીતે મદદગાર થવા માટે હવે રેશમના કોશેટાઓનો ઉદ્યોગ પણ વિકસાવ્યો છે. આમાં અબજો કોશેટાના જીવોને સખત ગરમ પાણીમાં ઉકાળીને મારી નખાશે. નવાઈની વાત તો એ છે કે આ સરકાર માછલાં મારવાની વાતને, કતલ કરવાની વાતને, મત્સ્યોદ્યોગ કહે છે; કતલખાનાને ઉદ્યોગ કહે છે. રેશમનો ઉદ્યોગ કહે છે. અરે! આ તો “ઉદ્યોગ' જેવા સુંદર શબ્દની અતિ ક્રૂર મશ્કરી છે. શું કોઈ પણ પ્રકારની હિંસાને કદી ‘ઉદ્યોગ' કહેવાતો હશે? આવી રહેલી અનાજની અછતનાં એંધાણને પારખી જઈને દેશી-વિદેશી અંગ્રેજોએ માછલાંનું ઉત્પાદન ચિક્કાર પ્રમાણમાં વધારવાનું શરૂ કરેલ છે. એક દિવસ અનાજ કે શાક મોંઘાંદાટ બની જશે; પણ ત્યારે માછલાં સાવ સસ્તાં મળશે, જેથી માનવપ્રજા સહજ રીતે (પેટ ભરવા માટે) માંસાહાર તરફ વળી જાય. દૂધની અછતના એંધાણ પારખી લઈને તે લોકોએ તેના પ્રોટીન ઈંડાંમાં ભરપૂર (!) જણાવીને પ્રજાને ઈંડાં ખવડાવતી ચાલુ કરી દીધી છે. કહે છે કે, વાર્ષિક પાંચ અબજ ઈંડાનું ઉત્પાદન વધારીને પંદર અબજ સુધી એક-બે વર્ષમાં પહોંચાડી દેવાનું ઈંડાં ખાનારા ‘નોન-વેજ ન ગણાય જાય એટલે તેમને ભલે વેજીટેરીઅન ન ગણાય પણ એજીટેરીઅન તો ગણવા જ જોઈએ એવો પ્રચાર ખૂબ જોરથી શરૂ થયો Page #49 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૪૯ છે. વળી જે ઈંડાં નિર્જીવ હોય તે ખાવામાં વેજીટેરીઅન લોકોને કશો વાંધો ન હોવો જોઈએ એમ પણ જોરશોરથી પ્રચારાઈ રહ્યું છે. આ વાત પણ સાવ જૂઠી છે. ચાલીસ વર્ષ પૂર્વે કોઈ અમેરિકને બહાર પડેલા પુસ્તકમાં વૈજ્ઞાનિક રીતે સાબિત કરવામાં આવ્યું છે કે, “નિર્જીવ કહેવાતાં ઈંડાંમાં પણ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. જ્યાં શ્વાસોચ્છવાસ ચાલતા હોય તે વસ્તુ નિશ્ચિપણે સજીવ હોય. વળી જીવ નીકળી ગયો હોય તેથી જો તે “નિર્જીવ' કહીને ખાવાને લાયક બની જતાં હોય તો કોઈ માનવ-મડદું પણ નિર્જીવ છે એટલે શું તે શાકાહારી લોકોને ખાવા લાયક બની જશે! કેવી હાસ્યાસ્પદ વાત ! પૂર્વે તો એવી વાત થતી હતી કે, ભારતની માંસાહારી પ્રજા માટે કતલખાનાં ચલાવવા પડે છે. હવે તો, પરદેશનું હૂંડિયામણ પામવા માટે પણ પુષ્કળ પ્રમાણમાં પશુ-કતલ કરાય છે. જો પહેલે તબક્કે માંસ-નિકાસને સદંતર બંધ કરી દેવાય તો ય ઘણી બધી પ્રાણીહિંસા અટકી જાય! પણ અફસોસ! ભારત સરકારને હૂંડિયામણનો હડકવા લાગુ થઈ ગયો છે ત્યાં બીજી શી આશા રાખી શકાય! માંસ દઈને ધન કમાતી આ સરકાર પેલા નીચ કશાય લોક જેવી નથી લાગતી? વળી આ વિદેશી-નાણાંનો ઉપયોગ તો શ્રીમંતોના ઉદ્યોગોની મશીનરી આદિ મેળવવા માટે જ થતો હોય છે ! ધોરણ અગિયારથી જ તમામ બાળકોને (ડોક્ટરની લાઈન ન લેવી હોય તો પણ) દેડકાં વગેરેનું “ડસેક્શન' એકદમ ફરજિયાત બનાવાયું છે. એની પાછળનો હેતુ કહેવાય છે કે તેમ કરવાથી માનવ અંગોનો અભ્યાસ કરવા મળે; પરંતુ આ નર્યું જૂઠાણું છે. ખરેખર તો ભારતીય પ્રજા પોતાના હાથે પ્રાણીઓને ચીરતી થઈ જાય એટલે એનું દયાર્દુ હૈયું ખતમ થાય. બસ પછી તેને માંસાહારી બનાવતાં ઝાઝી વાર ન લાગે. જો પ્રજા માંસાહારી બને તો પછી તેને ક્રિશ્ચિયન બનાવતાં ય ઝાઝી વાર ન લાગે. વિદેશી ગોરાઓ વિશ્વમાં એક જ ઈસાઈ ધર્મ અને એક જ ગોરો વર્ણ ઊભો રાખવાના દઢ સંકલ્પને વરેલા છે. એ લક્ષથી જ આ બધું હિંસક તંત્ર ગોઠવાઈ રહ્યું છે. આ કાવતરાબાજો તો દૂધને પણ “પ્રાણીજ' કહીને પોતાને મહાઅહિંસક કહેવા લાગ્યા છે અને દૂધ પીતા હિન્દુઓને માંસાહારી કહેવા લાગ્યા છે! આની પાછળ પણ તેમની એક એવી ભેદી ચાલ છે કે આ રીતે તેઓ દૂધનો ઉપયોગ બંધ કરાવી દે તો દૂધ જ દેતાં ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ તદ્દન નકામાં બની જાય. એમ થતાં એમની કતલ કરી નાંખવાનું કામ સાવ સહેલું બની જાય. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫૦ બાર પ્રકારની હિંસાઓ જો દૂધાળુ પ્રાણીઓને જીવતાં રાખવાં હોય, તેમની કતલ ન થવા દેવી હોય તો તેમનું દૂધ ઉપયોગી બનાવવું જ પડે. વળી પ્રાચીન પરંપરા તો એ હતી કે વાછરડું ધરાઈને દૂધ પી લે પછી જ પ્રાણીનાં આંચળોમાં હજી પણ ઘણું વધેલું દૂધ દોહીને લઈ લેવાતું. જો તે દૂધ દોહીને ન લઈ લેવાય તો ગાય વગેરેના આંચળમાં રહીને તે ઝેર બની જતું. આથી તે પ્રાણીઓ મરી જતાં. (આજની રીત સાવ ખોટી છે કે માંડ પા લીટર જેટલું વાછરડાંને પીવડાવીને બધું દૂધ માણસે દોહીને પોતાના માટે લઈ લેવું. પેલા વાછરડાને ભૂખ્યું, તરફડતું રાખવું.) વળી દૂધ એ પ્રાણીનું લોહી જ નથી. આજે સવારે ગાયે જે ઘાસ વગેરે ખાધું તેને સાંજે જ જ્યારે દૂધ બની જાય છે ત્યારે તેને લોહી કહી શકાય જ નહિ. કેમકે આજે ખાધેલા ખોરાકનું લોહી થતાં પાંચ (અથવા સાત) દિવસ અવશ્ય થાય છે. વળી જો દૂધ લોહી હોય તો લગભગ બધા મહાત્માઓએ પણ જન્મ જતાં જ માતાનું દૂધ પીધું છે, એટલે શું હવે તે બધા જન્મથી જ માંસાહારી બની ગયા? પ્રાણીના શરીરમાંથી જે નીકળે તેનો ભોગવટો તે બધો માંસાહાર એવું ન કહેવાય. શું ગોમૂત્ર પણ માંસાહાર છે! અરે! એ તો ખૂબ પવિત્ર વસ્તુ મનાય છે! મંદિરોમાં છંટાય છે! એવી લોક વ્યવસ્થા છે. એમાં જે રીતે જે વસ્તુ વ્યવસ્થિત થઈ હોય તે જ રીતે તેને માનવી જોઈએ. કુતર્કો કરીને કોઈ વસ્તુને ઠોકી બેસાડવી તે યોગ્ય નથી. કેટલાકો વળી કહે છે કે, “ધરતી ઉપર અનાજ ઓછું પેદા થાય છે તો ભૂંડ વગેરેનું માંસ ખાવામાં વાંધો શું? એથી અનાજની અછત વર્તાશે નહિ.” આ વાત બિલકુલ બરોબર નથી. માંસાહારીઓ તો અનાજની ત્રણ રીતે અછત વધારી મૂકે છે. (૧) બળદ વગેરેને ખાઈ જતાં તેઓ અનાજનો પાક લેવામાં સહાયક બનતા બળદને મારી નાંખીને અનાજની અછત વધારે છે. (૨) માંસ ખાધા પછી પણ તેમને અનાજ તો ખાવું જ પડે છે. વળી માંસાહારથી વધુ ભૂખ લાગતી હોવાથી વધુ અનાજ ખાવું પડે છે. (૩) જે મરઘાં, ભૂંડ વગેરેનું માંસ ખાય છે તે મરઘાં, ભૂંડને તગડાં બનાવવા માટે પાછું પુષ્કળ અનાજ તો ખવડાવવું જ પડે. વિષ્ઠા કે કચરો માત્ર ખાઈને ભૂંડ કે મરઘાં તગડાં-માંસલ-ન બની જાય. Page #51 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ભૂંડના માંસથી અનાજની અછત ઘટવાને બદલે અત્યંત વધી જશે એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, “અનાજની અછતના નિવારણનો વિકલ્પ ભૂંડનો માંસાહાર કરવો તે છે. અનાજની અછત નિવારવી હોય તો મોટી સંખ્યામાં ભૂંડનો ઉછેર કરવો જોઈએ અને તેનું માંસ ખાવું જોઈએ.” આ વાત ગેરરસ્તે દોરવાનારી, ભારતી પ્રજા સાથે ભયંકર છેતરપિંડી કરનારી અને સંપૂર્ણપણે વાહિયાત છે. ભૂંડના માંસાહારના પ્રચારથી અનાજથી અછતનો વિકલ્પ તો શોધી નહિ જ શકાય; પરંતુ અનાજની હજી વધુ કારમી અછત ઊભી થશે. મને તો લાગે છે કે ભારતીય પ્રજાને આ રીતે ગેરરસ્તે દોરવીને ભારતમાં અનાજની નવેસરથી વધુ કારમી અછત ઊભી કરવા માટેના મંડાણ આ ભૂંડ માંસસેવનના પ્રચાર દ્વારા થઈ રહ્યો છે. આ વાતને વધુ સ્પષ્ટ કરું. એક ભૂંડ, માનવને ત્યારે જ એક કિલો માંસ આપી શકે છે જ્યારે તે પોતે ચોદ કિલો અનાજ ખાય છે. (અનાજ ખવડાવ્યા વિના-માત્ર ગંદવાડ ખાઈ લેતા ભૂંડ પાસેથી માંસ નથી મળતું; માત્ર ચરબી મળે છે !) ક્યાં એક કિલો માંસની પ્રાપ્તિ! અને ક્યાં તે માટે ચોદ કિલો અનાજની બરબાદી! આ ઉપરથી સમજાશે કે ભૂંડનું માંસ મેળવવા જતાં તો રહ્યું-સહ્યું અનાજ પણ માનવજાતને મળવું મુશ્કેલ થઈ જશે. વળી માંસ ખાનારા માણસોને પાછું અનાજ ખાધા વિના તો ચાલતું જ નથી, એકલા માંસનો ખોરાક કદી કોઈ કરી શકતું નથી. આથી ભૂંડને ચોદ કિલો અનાજ ખવડાવીને તેટલું અનાજ ગુમાવ્યા બાદ ભૂંડનું માંસ ખાનારા માણસો વળી પાછું અનાજ તો ખાવાના જ છે. અન્નાહારી કરતાં માંસાહારીઓને વધુ ભૂખ લાગતી હોવાથી તેઓ વધુ અનાજ ખાવાના છે. આમ ભૂંડના માંસની પ્રાપ્તિ કરવા જતાં તો અનાજની વધુ તીવ્ર અછત પેદા થવાની છે. આ વાતને સો ટકા તર્કબદ્ધ સાબિત કરતો અહેવાલ નીચે આપવામાં આવ્યો છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે બ્રિટનમાં ૭૦ લાખ ડુક્કરોનું માંસ મેળવવામાં તે ડુક્કરોને જેટલું અનાજ ખવડાવાય છે તે અનાજથી ત્રીજા વિશ્વની તમામ માનવસતિને પેટ ભરીને જમાડી શકાય! Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨ બાર પ્રકારની હિંસાઓ ઓ, અન્નહરીઓ! હવે ભૂંડના માંસના ખતરનાક પ્રચારથી કોઈ દોરવાશો મા! ગોવધ પ્રતિબંધ તો જરૂરી છે જ; પણ ભૂંડવધ પ્રતિબંધ પણ ખૂબ જરૂરી છે; નહિ તો તેના વધવાથી ભારતના કરોડો ગરીબ લોકો સહેલાઈથી માંસાહારી થઈ જશે. આ સિદ્ધિ મેળવવા માટે જ “ભૂંડ ઉછેરની યોજના તીવ્ર વગે આગળ વધી રહી છે - સત્તાધીશોના હૈયે ધર્મ વસ્યો હોય તો તેઓ જ સત્તાના જોરે આ આપત્તિનું નિવારણ કરી શકે. પણ અફસોસ! ભારતના વડા પ્રધાનશ્રી કહે છે કે, “આવી વાતો સત્તાથી થઈ શકે નહી; એ માટે લોકમત ઊભો કરવો જોઈએ.' રે! આ જવાબ સાંભળીને એમ કહેવાનું દિલ થઈ જાય છે કે તો પછી એવી પામર સત્તાનો તમે કેમ સ્વીકાર કર્યો? એ કરતાં લોકોમાં જ રહીને આ લોકશક્તિનો લાભ ઉઠાવીને લાખો સુંદર કાર્યો કયાં નો'તા થઈ શકતા? પણ અફસોસ! લોકમાં રહેલાને સત્તાની ખુરશી એવા કામ કરવા માટે જરૂરી લાગે છે, પણ ખુરશી ઉપર બેઠા બાદ, ટોળાંને અને પરદેશી-એજન્ટોને તથા ખુરશની લાલસાને આધીન બની જતાં આદમીને પોતાની લાચારી છુપાવવા માટે લોકશક્તિની મહાનતા કહેવી પડે છે! સમર્થ અને સારા આત્માઓ સત્તાની ખુરશીને બદલે લોકહૃદયથી ખુરશી ઉપર બિરાજમાન રહે એ જ હવે તો ઉચિત લાગે છે! લો, વાંચો સ્થળ : મુંબઈ સમાચાર તારીખ : ૩૧-૧-૭૮ જો બ્રિટનના સિત્તેર લાખ ડુક્કરોને અનાજ આપવાનું બંધ કરવામાં આવે, તો ભૂખે મરતા ત્રીજા વિશ્વના દેશો માટે ૩૦ લાખ ટન અનાજનો અતિરિક્ત જથ્થો મળી શકે ! ઓફ્રેમની પબ્લિક બાબતોની સમિતિએ ત્રણ વર્ષ અભ્યાસ કરીને ચોંકાવનારાં વિધાનો કર્યા છે. દર વર્ષે બ્રિટનમાં ૨,૨૦૦ લાખ પાઉન્ડ (રૂ. ૧૮૯.૨ કરોડ)ની જબરજસ્ત કિંમતનું ખાવાનું બગડે છે !! આટલી કિંમતનો ખોરાક આખા ત્રીજા વિશ્વને માટે પૂરતો છે. પોષણ માટેનાં મુખ્ય તત્ત્વો પ્રોટીન અને લોહતત્ત્વો તમામ પદાર્થોમાં લગભગ સમાન છે. ઈંડાં અને માંસ વધુ પ્રમાણમાં ખાઈ શકાતા નથી. પણ રોજના ખોરાકમાં એક લિટર દૂધ ઉમેરાય તો ૩૫ ગ્રામ પ્રોટીન વધારાનું મેળવી શકાય. દરેક માનવીને સરેરાશ દોઢ લિટર દૂધ મળે એવી પરિસ્થિતિ પેદા કરવી સહેલી છે. પણ દરેક માનવીને Page #53 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૫૩ રોજ બે ઈંડાં અને ૧૦૦ ગ્રામ માંસ મળે એટલું ઉત્પાદન કરવાનું સબળ આર્થિક કારણોને લીધે શક્ય જ નથી. - અત્યારે આપણે ૧૧ કરોડ મરઘાં, બતકાં પાળ્યાં છે, તેઓ દર વરસે એક કરોડ માણસોને પૂરું પડે એટલું અનાજ ખાઈ જાય છે. એ અનાજ જો બજારમાં વેચાવા આવે તો અનાજના ભાવ જરૂર નીચા જાય. હવે ૬૦ કરોડની વસતિને રોજ એક ઈંડું આપવું હોય તો મહિને ૧૮૦૦ કરોડ ઈંડાં જોઈએ; જે મેળવવા માટે ૯૦ કરોડ મરઘીઓ ઉછેરીને તેમને ૪ કરોડ ૮૦ લાખ ટન અનાજ ખવડાવવું જોઈએ. આપણા કુલ અનાજ ઉત્પાદનનો ૪૪ ટકા ભાગ મરઘાં ખાઈ જાય, પછી અનાજના ભાવ ક્યાં જઈને અટકે? અને પછી તો અમેરિકાને પણ તેના અનાજના ઊંચામાં ઊંચા ભાવ લેવાની તક મળે. ભૂંડ ૧૪ કિલો અનાજ ખાય, ત્યારે તેના શરીરમાં એક કિલો માંસ બંધાય. પ્રોફેસર વુડ લખે છે કે પહેલા વિશ્વવિગ્રહ પહેલાં અંગ્રેજોએ રૂપાા લાખ ટન અનાજ ભંડોને ખવડાવ્યું. (પંદર લાખ ટન મકાઈ, પાંચ લાખ ટન ઓટ, સાડા સાત લાખ ટન જવ, બે લાખ ટન કઠોળ, અને ૬ લાખ ટન ઘઉંનો લોટ) અને બદલામાં અઢી લાખ ટન માંસ મેળવ્યું. તે વખતે ભારત તેના કબજામાં ન હોત તો ઇંગ્લેંડની પ્રજા કારમાં દુકાળમાં સપડાઈ જાત. કેલરીની અને પ્રોટીનની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજોએ ૧૪ પાઉન્ડની ૨૨૯૪૬ કેલરી ડુક્કરને ખવડાવીને ૧૮૩૯ કેલરી મેળવી; અને કુલ ૪ લાખ ૨૦ હજાર ટન પ્રોટીન ડુક્કરોને ખવડાવીને તેમનાં માંસમાંથી ૬૨૬૦૦ ટન પ્રોટીન મેળવ્યું. આવો લાખના બાર હજાર કરવાનો વેપાર હવે તેઓ આપણા ગળામાં ભેરવી દેવા માંગે છે. આપણે તેમની વાત બાજુએ રાખીએ તો આપણા સામાન્ય માણસને સો વરસ પહેલાં રોજ એક લિટર દૂધ અને એક શેર અનાજ દ્વારા રોજ ૮૦ ગ્રામ પ્રોટીન મળી રહેતું. અંગ્રેજી અને કૉંગ્રેસી સરકારોની રાષ્ટ્રવિરોધી આર્થિક નીતિએ ગોવધ દ્વારા પ્રજાના મોંમાંથી દૂધ – (૩૨ ગ્રામ પ્રોટીન) આંચકી લીધું અને હવે ઈંડાં દ્વારા છે ગ્રામ પ્રોટીન લેવાની આડક્તરી ફરજ પાડવા પ્રયત્નો કરે છે. જો દરેક માણસને રોજ એક ઈંડું આપવું હોય તો આપણે વરસદહાડે પર લાખ ૮૦ હજાર ટન પ્રોટીન અનાજ દ્વારા મરઘાંઓને ખવડાવીને ૧૨૯૬૦૦૦ ટન પ્રોટીન મેળવીએ. જે લોકો પ્રગતિશીલ ગણાવાની લાલસામાં ઈંડાંનો પ્રચાર કરે છે તેમને આ નુકસાન વિશે જરા પણ ભાન હશે ખરું? Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૪ બાર પ્રકારની હિંસાઓ તમામ ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, બળદ અને ભૂંડને કાપી નંખાય તો પણ માણસ દીઠ સો ગ્રામ માંસ મળે તેમ નથી. તેમ કરીને આપણે અનાજ, ઘી, દૂધ અને તેલ માટે સંપૂર્ણ રીતે અમેરિકન ગુલામી સ્વીકારવી પડે. પણ જે પશુધન આજે પણ આપણે ધરાવીએ છીએ તેમનું રક્ષણ કરીને ભારતીય રીતે સંવર્ધન કરીએ તો ૩૦ વરસમાં દરેક માનવીને રોજ એક લિટર દૂધ પૂરું પાડવાનું અને અનાજ તેમ જ બીજી ખાદ્ય વસ્તુઓના ભાવ, વિશ્વવિગ્રહ પહેલાંની નીચી સપાટીએ લાવી શકવાનું તેમ જ તમામ માણસોને સારાં રહેઠાણો પૂરાં પાડવાનું શક્ય બને. કતલખાનાંઓમાં નિતનવા છરા વગેરે આધુનિક યાંત્રિક સાધનો વસાવતાં જોઈને મને તો એવું જણાવવાનું દિલ થાય છે કે હવે કતલખાનાંઓમાંથી હજારો રૂ.ના ઢોર છોડાવવામાં ય ભારે જોખમ છે. આ છોડાવેલા ઢોરોને પાંજરાપોળોમાં પણ - મોટાં દાન નહિ મળતાં હોવાથી - અડધાં ભૂખ્યાં જ કાયમ માટે રહેવું પડે છે. જેથી તેઓ છેવટે ત્યાં પણ ખલાસ થઈને જ રહે છે. એટલે હવે જીવદયાનું ભંડોળ દિલ્હીની સુપ્રિમકોર્ટોમાં પશુરક્ષણ અંગેના કેસો કરવામાં અને તેમાં જ તે ૨કમ વાપરવામાં ઔચિત્ય લાગે છે. જો એકાદ પણ ‘ડીસેક્શન’ વગેરે અંગેના કેસમાં જીત મળી જાય તો કરોડો દેડકાં વગેરે જીવોની રક્ષાનું કાર્ય સાધીને ધન્ય બની જવાય. થોડાક મહિના પૂર્વે મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં દાખલ કરાયેલા એક કેસમાં જીત થઈ તો અઢાર હજા૨ ગાયોને અભયદાન મળી ગયું. એ કેસ એવો હતો કે, ‘‘ટ્રકમાં ભરીને કસાઈખાને લઈ જવાતી ગાયો આંતરીને પકડી લેવાય તો તે ક્યાં મૂકવી?'' અત્યાર સુધી કસાઈઓ તરત નજીકની કોર્ટે જતા અને પોતાને ગોપાલક વણઝારા તરીકે જણાવીને ગાયો છોડાવી લેતા. હવે કોર્ટે જજમેન્ટ આપ્યું કે તે ગાયો નજીકની પાંજરાપોળમાં જ મૂકવી. પછી જ્યાં સુધી તેનો કેસ ન નીકળે ત્યાં સુધી એક ગાયદીઠ રોજના સાત રૂપિયા તે કહેવાતા વણઝારાઓએ પાંજરાપોળને ચૂકવવા. તેમની કેસમાં જીત થાય તો પાંજરાપોળવાળા તેમને ગાયો પરત કરી દે.’’ આ જજમેન્ટ આવતાં આવી રીતે પાંજરાપોળમાં મુકાએલી સત્તર હજાર ગાયોને અભયદાન મળી ગયું. કેમકે કોઈ કહેવાતો વણઝારો તે ગાયોદીઠ રોજના સાત રૂપિયા ભરવા કદી તૈયાર હોતો નથી. (કેસ તો બાર માસ પછી પણ નીકળે) જો આ રીતે ભારતના બંધારણમાં પશુરક્ષણની જે કોઈ કલમો હોય તેની રૂએ કોર્ટોમાં લડત અપાય તો જ કદાચ ઘણીબધી હિંસા અટકાવી શકાય, બાકી તો આ કારમા હત્યાકાંડનો કોઈ અંત જણાતો નથી. અબોલ પ્રાણીઓની કતલની ચિચિયારીથી ત્રાસી ઊઠેલા વિનોબાજીએ, ‘જૈનધર્મ Page #55 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૫૫ મેરી દૃષ્ટિ મે’ નામની નાનકડી પુસ્તિકામાં છેલ્લે લખ્યું છે કે, “હવે તો મારી નજર માત્ર જૈનધર્મના અહિંસક અનુયાયીઓ તરફ છે. તેઓ જ કદાચ વિશ્વમાંથી હિંસાને નાબૂદ કરી શકશે. પણ જો તેઓ તેમાં બેદરકાર રહ્યા તો હિંસાના આ નગ્ન અને બેફામ તાંડવને બીજું તો કોઈ રોકી શકનાર નથી.’’ ક્યાં વિનોબાની આશા ? અને ક્યાં જૈનોમાં જ વ્યાપક બનતો જતો માંસાહાર અને માંસ-વ્યાપાર! પેલો પારસી હોટલવાળો કહે કે, “મારી સેન્ડવીચ ચીકન (મરઘાનું માંસ) તો જેનો જ ખુટાડી નાખે છે!'' હૈદ્રાબાદમાં ઊભા થઈ રહેલા અગીઆર કરોડ રૂ.ના અત્યાધુનિક કતલખાનાનો ડાયરેક્ટર કોઈ જૈન (કોઠારી) જ છે! તેની સામે કોઈએ પડકાર કર્યો તો તેણે કહ્યું કે, “ધંધો કમાણીની રીતે કરાય, તેમાં ધર્મને વચ્ચે લાવવો ન જોઈએ.'' આ જ જવાબ રેનેટ (ગાયના તાજા જન્મેલા વાછડાના આંતરડાંની દીવાલને ચોંટલો પદાર્થ; કે જે ચીઝમાં વપરાય છે) નો મોટો વેપાર કરતા એક જૈન ઉદ્યોગપતિએ આપ્યો હતો! પરદેશથી લાખો ગાયોનું મટન ટેલો (ચરબી) ભારતમાં લાવીને શુદ્ધ ઘીમાં તેની ભેળસેળ કરીને લાખો રૂ. કમાતો ભાઈ ભરત શાહ જન્મથી તો જૈન છે! પાંચ અબજ ઈંડાંના ઉત્પાદનને પંદર અબજ સુધી પહોંચાડી દેવા માટેના પ્લાનિંગ કરતા શ્રી દેઢીઆ કચ્છી જૈન છે ! જેના ઘરમાં દેરાસર છે તેવા ગર્ભશ્રીમંત દીકરાને કાચી ને કાચી લીલી ઈયળોથી ભરેલી ચીઝ સૌથી વધુ ભાવે છે! મુંબઈમાં ભરચક જૈન શ્રીમંત વિસ્તારમાં આવેલી માફકોની માંસની દુકાન વાર્ષિક જે કમાણી કરે છે તે ભીંડીબજા૨ની મુસ્લિમ વિસ્તારની શાખા પણ નથી કરતી એવું જાણવા મળ્યું છે! ભૂંડના માંસના ટીન પેકીંગ કરવાનું મોટું કામ મુંબઈમાં એક જૈન ભાઈ કરે છે! ઈમ્પોર્ટ કરવા માટે મળેલા લાઈસન્સો ઘણા બધા જેનો વેપારીઓએ મટન-ટેલો ઈમ્પોર્ટ કરવા માટેના વેપારીઓને ઊંચી રકમ લઈને વેચી નાખ્યાનું સાંભળ્યું છે! હોટલનું રોગિષ્ટ ઢોરોનું માંસ દીકરો ખાય તે કરતાં નીરોગી ઢો૨નું માંસ ઘરે લાવીને, રાંધીને, લાડલાને ખવડાવવામાં ઔચિત્ય માનતી માતા જૈન છે! કેટલું લખું ? હદ આવી ગઈ છે ! હવે તો એક જ વાત દયાપ્રેમી માણસોને મારે Page #56 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ કહેવી છે કે જો તમે ઈચ્છતા હો કે હવે પછી તમારા કે તમારાં કુટુંબના સભ્યોના પેટમાં કોઈ પણ પ્રાણીજ પદાર્થ જવા દેવો નથી તો તમે ત્રણ વાત નક્કી કરો, (૧) પાકી ચકાસણી વિના એક પણ એલોપથી દવા ન લો. એંસી ટકા દવામાં પ્રાણીજ તત્ત્વો આવે છે. (૨) બહારની કોઈ પણ ચીજ ન ખાઓ. જેલી, ચોકલેટ વગેરેમાં પ્રાયઃ ઇંડાનો રસ આવે છે. આઈસ્ક્રીમ, ટૂથપેસ્ટ વગેરેમાં લગભગ જીલેટીન વપરાય છે. સેવ, ગાંઠીઓ વગેરે બધું હવે મટનટેલોમાં જ તળાય છે. પોરબંદરના દરીયાની નકામી ગણાતી માછલીની જાતનો ઉપયોગ, તેનો પાઉડર કરીને બિસ્કીટ વગેરેમાં મિક્સ કરવાનો ગુજરાત સરકારે પૂર્વે આદેશ આપ્યો છે. કાયમ બિયાસણું તો કરો જ. (૩) ફેશન અને વ્યસનનો સંપૂર્ણ ત્યાગ કરો. આ પ્રકરણનો ઉપસંહાર કરતાં જર્મન વૈજ્ઞાનિક કિંસનું અવતરણ મૂકું છું. તેણે કહ્યું છે કે, “અન્ય જીવોના મરણાંત નિસાસા સાથે પેદા થયેલી કોઈ પણ દવાઓ કે ખાદ્યસામગ્રીઓ લેવાથી કદી કોઈને લાભ તો ન જ થાય પણ તે નિસાસાઓ તેના આરોગ્યને વધુ બગાડે.” ભારતના મહારાજાનું ત્રણસો વર્ષ જૂનું, તોતીંગ વૃક્ષ, ચીનના અતિથિઓના નિસાસાઓથી સાત જ દિવસમાં ખતમ થઈ ગયું હતું. સામાન્ય અપરાધને લીધે જેલમાં પૂરવામાં આવેલી બાઈને ફાંસીની સજા જણાવી તો તે એટલી બધી ચીસાચીસ કરવા લાગી કે તે પછી તેણે બનાવેલી રસોઈ જેલરે ખાધી તો તેને ઝાડા-ઊલટી થઈ ગયા! જે માણસે વનસ્પતિના એક છોડને ચીમળી નાખ્યો તે માણસ જેટલી વાર તે ઉદ્યાનમાં ગયો તેટલી વાર બાકીના છોડોએ ચીસાચીસ કરી મૂકવાના તરંગોની નોંધ યંત્ર ઉપર સર જગદીશચંદ્ર બોઝે લીધી છે ! તુલસી હાય ગરીબ કી.... એ બે પંક્તિ ખૂબ યથાર્થ છે. એ વાત આ જગતને ક્યારે સમજાશે? કોણ બનશે, આ જગતનો પ્રાણી-મિત્ર! જીવમાત્રનો દિલોજાન દોસ્ત! માર ખાઈને પુષ્કળ નુકસાન વેઠીને પણ જો દેશી-વિદેશી અંગ્રેજો પ્રાણિહિંસાની તમામ કાર્યવાહીથી પાછા ફરી જાય તો ય ઘણું સારું. બાકી તો હવે જૈનો પણ - જૈનાચાર્યો પણ - જગતને હિંસાના તાંડવથી પાછું વાળી શકે તેમ નથી એવું તેમના વલણ-વર્તનો ઉપર નજર કરતાં લાગે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૫૭ સ્વજનહિંસા (૨) પ્રાણીહિંસા કરતાં ય સ્વજનહિંસા અપેક્ષાએ વધુ ખરાબ ગણાય; કેમકે પ્રાણીઓ પ્રત્યે માત્ર દયા હોય છે જ્યારે સ્વજનો પ્રત્યે સ્નેહ અને વિશ્વાસ હોય છે. એમનો નેહાવાત કે વિશ્વાસઘાત કરવો તે ઘણી વધુ ભયંકર બાબત ગણાય. - સ્વજનોમાં પતિ માટે પત્ની, પત્ની માટે પતિ, કે તેમનાં બાળકો અથવા માતાપિતા, સાસુ-સસરા વગેરે જેમ ગણાય તેમ નોકરવર્ગ પણ સ્વજનમાં ગણાય. જૈનધર્મના શ્રેષ્ઠ ગ્રંથ-બારસાસૂત્ર-માં પરમાત્મા મહાવીરદેવના પિતા સિદ્ધાર્થ રાજાના નોકરોને “કૌટુંબિક પુરુષો' તરીકે જણાવ્યા છે. તેઓ જાણે કે કુટુંબના સભ્યો જ છે. આમ સ્વજનોમાં નોકરો, પતિ-પત્ની, બાળકો તથા માબાપો આવે. તેમાં નોકરોને ત્રાસ આપવો; તેમનો પગાર કાપી લેવો, તેમને સખત કામ આપવું; વાતેવાતે તેમને ધમકાવી નાખવા, કદી સ્નેહ દાખવવો નહિ, બક્ષિસ કે મદદ આપવી નહિ. જ્યારે-ત્યારે નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવી, તેમના આખા કુટુંબને બરબાદ કરવું, તેમનો પૂરો કસ કાઢવો, તેમને મોંઘવારી પ્રમાણે પગાર-વધારી દેવો નહિ, તેમને અપાતાં ભોજનાદિમાં ભેદભાવ રાખવો.. વગેરે... એક પ્રકારની હિંસા છે. જીવતા એ માનવોને પણ એમનો એક પરિવાર છે. તેમાં તેમનાં વહાલાં સંતાનો છે; વહાલી પત્ની વગેરે પણ છે. એવા એ પરિવારના વડીલ વગેરેને અપમાનિત કરવા એ કાંઈ સારી વાત નથી. છતી શક્તિએ એમના સંતાનાદિને કપડાં-લત્તા આપવા, નિશાળ અંગેની બધી જરૂરીઆતો પૂરી પાડવી, વ્યાવહારિક કાર્યો પાર કરી આપવાં વગેરે તરફ જો ઉપેક્ષા સેવાય તો દુનિયાભરની દયા કરવાની શી કિંમત? માનવસેવાનાં સામાજિક કામો કરનારા લોકો કેટલીક વાર ઘરના જ માણસોને કારમો ત્રાસ આપતા હોય છે! નોકરી કરતાં ય મોટું સ્વજન પતિ કે પત્ની છે. તેમણે પરસ્પરનો સુમેળ સાધવો જોઈએ. તેને બદલે જો બેફામ વર્તન કરાય, મારપીટ થાય, ગાળાગાળી થાય, અપમાનિત કરાય તો તે એકબીજાની ઘણી મોટી હિંસા છે. કેટલાક પુરુષો પોતાની Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૮ બાર પ્રકારની હિંસાઓ પત્નીને ગુલામડી સમજીને તેની સાથે તે રીતનો વ્યવહાર કરતા હોય છે. વારંવાર તેને ઢોર માર મારતા હોય છે. તે ય બિચારી! ખૂબ કંટાળે તો અગ્નિસ્નાન કે અન્ય રીતનો આપઘાત કરી નાંખતી હોય છે! આમ એનાં સંતાનોને રઝળતા મૂકી દેતી હોય છે. ક્યારેક કોઈ સ્ત્રી પણ પોતાના પતિ સાથે અનુચિત વર્તાવ કરતી હોય છે. જો તે જરાક પણ નબળો હોય તો તેને સતત સતાવ્યા કરતી હોય છે, ધમકાવ્યા કરતી હોય છે. ક્રોધે ભરાઈને ગમે તેવાં પગલાં ભરી દેવાની ધમકી આપતી હોય છે. પતિના પૈસાની ચોરી કરતી હોય છે કે ચારિત્રથી ભ્રષ્ટ હોય છે. આવી સ્થિતિ તે પતિને અસહ્ય બની જતી હોય છે. ત્રાસવાદના આ ધીમા મોતે તે દરેક પળે મરતો જતો હોય છે. આ રીતે પતિ-પત્ની ભેગાં મળીને ઘરનાં વડીલ બા, બાપુજી (સાસુ-સસરા)ને સતાવતાં હોય છે. માબાપો પોતાનાં સંતાનોને મારપીટ કરતાં હોય છે. ઉશ્કેરાઈને પછાડતાં હોય છે, ડામ દેતાં હોય છે; નાગા કરીને અગાસીમાં ધોમધખતી વૈશાખી ધરામાં પૂરી દેતા હોય છે! જરાક તોફાન કરે, લેશન ન કરે તો તેમનું પૂરેપૂરું આવી બને છે. આથી ક્યારેક બાળકો ભાગી પણ જતાં હોય છે ! એમાં ય જો સાવકી મા હોય તો તો સાવકા દીકરા, દીકરીનું આવી બને છે. જો પતિ-પત્ની છૂટાછેડા લે તો તેમનાં સંતાનોની હાલત એકદમ કફોડી બની જાય છે. તેઓ કોના? પપ્પાના કે મમ્મીના? મોટો સવાલ થઈ પડે છે. છૂટાછેડાની વિરુદ્ધમાં સૌથી મોટી વાત જો કોઈ હોય તો સંતાનોનાં રફેદફે થતાં જીવન અંગેની ઘરડા સાસુ-સસરાને વહુ ક્યારેક ખૂબ ત્રાસ દેતી હોય છે. તેમને સરખું ખાવાપીવાનું ય દેતી નથી. કંટાળેલા વડીલો સતત મોતની રાહ જોતા હોય છે. રોજના વહુના મેણાંટોણાં તેમનાથી ખમાતાં નથી. આમાં જો દીકરો પણ એની બાયડીનો બની ગયો હોય તો તો માબાપોને જીવતું દોજખ જોવાનો સમય આવી જાય છે! ક્યારેક આથી ઊંધું પણ બને છે. બધા ભેગા થઈને વહુને કૂટી મારે છે; અત્યંત ત્રાસ આપે છે. તેની કોઈ અણઆવડત કે તેની કોઈ શારીરિક ખામી, તેના દહેજની કોઈ બાબત તેની સતામણીનાં મુખ્ય કારણો હોય છે. આમાંની કોઈ પણ બાબત જેના ઘરમાં હોય તેનું ઘર ઝઘડાઓ, બોલાચાલી, Page #59 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૫૯ ગાળાગાળી વગેરેથી અત્યંત ભયાવહ બની જાય છે. કુટુંબમાં જેની ઉપર ચારે બાજુથી ત્રાસ ગુજારાતો હોય તેનું જીવતર ઝેર બની જાય છે, તેને મોત મીઠું બની જાય છે! આમાં ખાસ કરીને પુરુષ કરતાં સ્ત્રી જ વધુ માર ખાતી હોય છે. સહનશક્તિ કેળવ્યા વિના કે ઘરમાં સમજણ આવ્યા વિના અહીં બીજો કોઈ ઉપાય નથી. કાં પોતાની ભૂલોને એ ખૂંખાર બનેલી વ્યક્તિ સમજે અને સુધરી જાય તો બધું ઠેકાણું પડે અથવા માર ખાતી વ્યક્તિ ખૂબ સહન કરતી રહીને સારા સમયની પ્રતીક્ષા કરતી રહે. આ બધી સ્વજનહિંસા છે. આવા હિંસક વાયુમંડળમાં સાચા અર્થમાં ધર્મધ્યાન સંભવિત નથી. પશ્ચિમનો નવો વાએલો ઝેરી પવન જેના ઘરમાં ઘૂસ્યો છે તેના ઘરમાં ગર્ભપાત અને ઘોડીયાઘરથી એક સાઈકલ શરૂ થાય છે જે ડેથ-ટ્યૂબ અને ઘરડાઘરે પૂરી થાય પરિણીત સ્ત્રીપુરુષોને હવે સંતાનો ગમતાં નથી. કેટલાકો તો આ માટે સદા અપરિણીત રહીને પરિણીત-જીવનનાં બધાં સુખ હજારગુણાં કરીને ભોગવવાના વિચારો તરફ વળી ગયા છે. જેઓ લગ્નજીવનમાં પ્રવેશ કરે છે તેઓ લાંબા સમય સુધી નિઃસંતાન જીવન ઈચ્છે છે. આથી તેઓ ગર્ભપાતનો આશ્રય લે છે. ગર્ભ પરીક્ષણ દ્વારા જો ખબર પડે કે તેને બાળકી થવાની છે તો તો પ્રાયઃ તેનો ગર્ભપાત નક્કી કરાવી નાખે છે. (ભૂતકાળનો દૂધ પીતી કરવાનો રિવાજ કબરમાંથી પુનઃ બેઠો થયો છે.) સંતાન ન જ જોઈતું હોય બ્રહ્મચર્યના રસ્તે જવું જ રહ્યું. પણ આ રીતે ગર્ભપાત - આર્થિક મુશ્કેલીઓના કારણે પણ – કરાવી શકાય નહિ. આના દેખીતા લાભો કરતાં ગેરલાભો પુષ્કળ છે. દૂરગામી પરિણામો ભયંકર છે. સમગ્ર આર્ય પ્રજાને પારાવાર નુકસાન થવાની અહીં પૂરી સંભાવનાઓ છે. ગર્ભપાત દ્વારા પેટના બાળકની હિંસા એ કેટલી બધી ક્રૂરતાથી ભરપૂર હોય છે! તે અંગેની માહિતી રવિવાર તા.૨૮-૭-૮૫, પ્રતાપ (સાંજનું) દૈનિકમાં આવી છે; જે અક્ષરશ: નીચે પ્રમાણે છે : Page #60 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ શું ગર્ભપાત એ હત્યા છે “ગર્ભપાત એ હત્યા છે? સાઠના દાયકા સુધી તો ઘણાખરા દેશોના કાયદાઓએ એને હત્યા લેખી નહોતી.. પણ ૧૯૮૪ના ડિસેમ્બરમાં, ન્યુયોર્કના એક ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રીરોગનિષ્ણાત) ડો. બર્નાર્ડ નાથાનસને “ધી સાયલન્ટ સ્કીમ' (મૂંગી ચીસ) નામની કંપાવનારી દસ્તાવેજી ફિલ્મ રજૂ કરી ભારે હાહાકાર મચાવી દીધો. આ દસ્તાવેજી ફિલ્મ દ્વારા એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે. અસ્ટ્રાસાઉન્ડ ટેકનિક દ્વારા એમણે એક ફિલ્મ તૈયાર કરી હતી. આ ફિલ્મમાં ત્રણ મહિનાનો ગર્ભ, એનો પાત કરવાના પ્રયાસો થાય છે ત્યારે કેવા પ્રત્યાઘાતો દર્શાવે છે, કેવી રીતે વર્તે છે એનો દિલધડક ચિતાર એમણે પ્રજા સમક્ષ રજૂ કર્યો છે. આ ફિલ્મ અમેરિકામાં છ મહિનાની અંદર વિરોધનું એવું જબરદસ્ત મોજું પેદા કર્યું હતું. ચારેકોરથી, ગર્ભપાતને લગતા કાયદાઓમાં આમૂલ પરિવર્તન કરવાની માંગ ઊઠી છે. યુરોપમાં પણ ડૉ. નાથાનસને ધારાસભ્યોને એમની ફિલ્મ બતાવી હતી. રોમમાં ગાયનેકોલોજીસ્ટોની મિટીંગ વેળાએ શ્રી ધીરેન ભગત એમને મળ્યા અને ભારતમાં પણ આ ફિલ્મ દર્શાવવા ઈચ્છા વ્યક્ત કરી હતી. આ ફિલ્મ પછી, હેવાનિયતનો ભોગ બનનાર એવા ગર્ભના દૃષ્ટિકોણથી આપણે પહેલી જ વાર વિચારતા થઈશું. એ એક હિંસા જ છે. ટેકનોલોજીથી જે જાણવાનું આજે શક્ય બન્યું છે તે વિષે લોકો હવે વિચારતા થશે એમ ડૉ. નાથાનસને કહ્યું હતું. જાડા કાચના ચશ્માંધારી ડૉ. નાથાનસન ધીરગંભીર અવાજે કહે છે : પહેલી જ વાર આપણે ગર્ભપાતશાસ્ત્રીના સ્ટીલનાં બનેલાં જડ સાધનો વડે એક બાળકના અંગેઅંગના ટુકડેટુકડા થતાં, ફૂરચા થતાં અને છૂંદો થતાં નજરે નિહાળીશું. આ બધું સાચું છે, પણ સહેજ સંવેદનાભર્યું છે. હવે જુઓ, સકશન ટીપ બાળકના ટુકડેટુકડા કરી નાખશે. બાળકનાં અંગો એક પછી એક છૂટાં પડતાં જશે... અને અંતે રહેશે બાળકનાં અંગોના માંસના લોચાઓ.. ઘણી દૃષ્ટિએ, આ ફિલ્મ, પેસેજ ટુ ઈંડિયા જેવી યાદગાર ફિલ્મ બની રહેશે. “ધી સાયલન્ટ સ્કીમ' ૨૮ મિનિટની એક દસ્તાવેજી ફિલ્મ છે. માતાના પેટમાંના બાળકનો પાત કરાવવાની પ્રક્રિયા દરમ્યાન, બાર અઠવાડિયાંનો ગર્ભ એના કેવા પ્રત્યાઘાતો આપે છે, તેનો કેવી રીતે સામનો કરે છે તે આપણે નજરોનજર નિહાળી શકીએ છીએ Page #61 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ધાર્યું હતું તે મુજબ આ ફિલ્મની વાહિયાત ટીકાઓ કરનારાઓનો રાફડો ફાટયો છે પણ તેઓ બધા, પડદા પર દેખાતી ભૂખરી રેખાઓ, સ્પષ્ટપણે ઓળખી શકાય એ રીતે માનવીની આકૃતિ છે. એક ચીલાચાલુ કાર્યની જેમ કાયદેસર રીતે એની હત્યા કરાય છે એવો આ ફિલ્મનો મધ્યવર્તી વિચાર છે, એ સમજી શકતા નથી. અમેરિકાના પ્રમુખ શ્રી. રોનાલ્ડ રેગને પોતે આ ફિલ્મ બે વાર જોઈ છે અને એમને ગમી છે એમ કહે છે. (કોંગ્રેસના સભ્યો આ ફિલ્મ જુએ તો કદાચ તેઓ પણ ગર્ભપાતની આ કરૂણ ઘટનાઓનો તાકીદે અંત લાવવા હિલચાલ ઉપાડશે). બ્રિટનના સંસદ સભ્યોએ આ ફિલ્મ જોઈ હતી. ફ્રાન્સના ડેપ્યુટીઓની ચેમ્બરે પણ આ ફિલ્મ જોઈ હતી. સ્વિટ્ઝરલેન્ડમાં આ ફિલ્મ દર્શાવાઈ ત્યારે ત્યાં હુલ્લડો ફાટી નીકળ્યાં અને બેસ્લેમાં આ લ્મિ બતાવનાર ડો. નાથાનસનને પાછલે બારણેથી ખંડ છોડી જવો પડયો હતો. માડ્રિડની મેડિકલ સ્કૂલમાં ચાર હજાર વિદ્યાર્થીઓએ આ ફિલ્મ જોવા ઘસારો કર્યો હતો. અમેરિકામાં આ ફિલ્મ ટી.વી. પર દર્શાવાઈ પણ સ્વિટ્ઝરલેન્ડ ટી.વી. પર એ બતાવવાની સાફ ના કહી દીધી. ટપાલમાં આ ફિલ્મ મંગાવવા માટેની જાહેરાતોમાં આ ફિલ્મને ટી.વી. પરની એક ખૂબ જ સ્ફોટક ફિલ્મ તરીકે વર્ણવવામાં આવી છે. ગર્ભપાતને કાનૂની મંજૂરી અપાઈ ત્યારથી અત્યાર સુધીમાં વિશ્વમાં કુલ સાડા છ કરોડ ભૂણોની હત્યા કરાઈ ચૂકી છે. (આ વાત ૧૦-૧૫ વર્ષ પહેલાંની છે) નેશનલ એબોર્શન રાઈટ્સ એકશન લીગ (ગર્ભપાતના હકો સંબંધની રાષ્ટ્રીય લીગ)ના પ્રમુખ શ્રી નાતે કોકબર્ગે પણ એવો એકરાર કરવો પડયો કે હવે અમે બચાવની પરિસ્થિતિમાં મુકાઈ ગયા છીએ. મને લાગે છે કે અમારે માટે મુશ્કેલીના દિવસો આવ્યા છે. ડૉ. બર્નાર્ડ નાથાનસનના જીવન વિષે જાણવાની જિજ્ઞાસા હોય તો એમના પુસ્તક “એબોટીંગ અમેરિકા' (૧૯૭૯)માંથી ઘણું મળી રહેશે. તેઓ એક સફળ ગર્ભપાત-નિષ્ણાતના પુત્ર છે. અને યહૂદી ધર્મના હોઈ, યહૂદી ધર્મના સિદ્ધાંતોના પાલનના આગ્રહી એવા કુટુંબમાં એમનો ઉછેર થયોહતો. તેઓએ ૧૯૪૯ની સાલમાં તબીબની ડિગ્રી મેળવી. ડૉ. નાથાનસન પોતે પણ ગર્ભપાત-નિષ્ણાત બનવા માગતા હતા, એમણે એ માર્ગ લેવાને બદલે ગાયનેકોલોજીસ્ટ રહેવાનું પસંદ કર્યું. ગેરકાયદેસર રીતે Page #62 -------------------------------------------------------------------------- ________________ ૬૨ બાર પ્રકારની હિંસાઓ થતા ગર્ભપાતો પ્રત્યેની નફરત અને અસંતોષને કારણે એમણે એમનું મન એ દિશામાં વાળ્યું. પણ એમણે કદી ઊંટવૈદું કર્યું નહિ. તેને બદલે રાહ જોવાનું ઉચિત માન્યું. ૧૬૬૭માં ડૉ. નાથાનસનને લારી લોડર નામના એક પત્રકારનો ભેટો થયો. શ્રી લોડરે તે જ અરસામાં પોતાનું એક પુસ્તક “એબોર્શન' પ્રસિદ્ધ કર્યું હતું, જેમાં એણે અમેરિકામાંના ગર્ભપાત-વિરોધી ધારાઓ રદ કરવા જોઈએ એવી જોરદાર અપીલ કરી હતી, અને શ્રી. લોડરે એમના વિચારોને સમર્થન આપનારાઓ સાથે મળીને નેશનલ એસોસીએશન ફોર રીપીલ ઓફ એબોર્શન લોઝ (નારાલ)ની સ્થાપના કરી. ૧૯૭૦ના અરસામાં ન્યુયોર્ક સ્ટેટમાં ગર્ભપાતને કાયદેસર બનાવવામાં આવ્યો અને ડૉ. નાથનસને ગર્ભપાત ક્લિનિકની સ્થાપના કરી, જે પશ્ચિમના વિશ્વમાં થોડા જ સમયમાં એક મોટામાં મોટા ક્લિનિક તરીકે નામના પામ્યું. ક્લિનિકનું નામ આપ્યું, સેન્ટર ફોર રીપ્રોડકટીવ એન્ડ સેકસ્યુઅલ હેલ્થ (દેશ) ડ. નાથાનસને કુલ ૫,૦૦૦ ગર્ભપાત કરાવ્યા અને બીજા ૬૫,૦૦૦ ગર્ભપાતો પર દેખરેખ રાખી. ૧૯૭૩ના જાન્યુઆરીમાં, અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચુકાદો આપતા, ટેકસાસના એન્ટીએબોર્શન લોઝ (ગર્ભપાત વિરોધી કાયદાઓ) ગેરકાયદેસર ઠરાવ્યા અને આમ ગર્ભપાત કાયદેસર બન્યો. ડૉ. નાથાનસન આનંદ પામ્યા. પણ તે જ વર્ષમાં એમના વિચારોમાં પરિવર્તન આવ્યું. ૧૯૭૪ના નવેમ્બરમાં, એમણે ન્યુ ઈંગ્લેન્ડ જનરલ ઓફ મેડિસિનમાં ડીપ ઈન ટુ એબોર્શન (ગર્ભપાત વિશે વધુ ઊંડાણમાં ડોકીયું) નામનો લેખ લખ્યો. તેઓ ગર્ભપાતવિરોધી બન્યા. એમ બનવાનું કારણ શું? એમને કાંઈ ઈશુનાં દર્શન તો થયાં નહોતાં! ડૉ. નાથાનસને કહ્યું કે મને કાંઈ એક જ દિવસમાં એની પ્રેરણા થઈ નથી. પણ વાસ્તવિકતા ધીરે ધીરે મારા મન પર છવાવા લાગી. મારા મનમાં એ સ્પષ્ટ થવા લાગ્યું કે આપણે ભૂણનો નાશ કરીને યોગ્ય કરતા નથી. હવે આપણે આગળ વધીએ. આપણે જોયું કે જો બાળકીનો નિર્ણય ગર્ભપરીક્ષણ દ્વારા થાય તો તરત જ તેનો ગર્ભપાત મોટે ભાગે કરાવાય છે. કેમકે સ્ત્રી સહુને આર્થિક રીતે ભારે પડતી જણાય છે! પરદેશોમાં તો ગર્ભપાત કરી આપતા ડૉક્ટરોના દવાખાનાની બહાર મોટાં બોર્ડ લગાડાય છે, જેમાં લખ્યું હોય છે કે પાંચસો રૂ.ખર્ચાને Page #63 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ તમે પાંચ લાખ રૂ. બચાવી લો. (બાળકીનો ગર્ભપાત કરાવો તો ૫૦૦ રૂ. તેથી તેનાં લગ્ન, દહેજ વગેરેના પાંચ લાખ રૂ.નો ખર્ચ બચી જાય!) ભારતમાં પણ બાળકીનો ગર્ભપાત દર વર્ષે લાખોની સંખ્યામાં થવા લાગ્યો છે. શું બાળક કે શું બાળકી! કોઈનો ય ગર્ભપાત થઈ શકે નહિ. જીવ ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારથી નવ માસ દરમ્યાન એક પણ સમય એવો હોતો નથી જેમાં ગર્ભ નિર્જીવ હોય, અને તેથી તે સમયમાં પહેલાં ત્રણ સપ્તાહમાં!) કરાતો ગર્ભપાત એ માનવહિંસા ન ગણાતી હોય! ધર્મશાસ્ત્રોની આ વાત હવે વૈજ્ઞાનિકો વગેરે સહુ સ્વીકારવા લાગ્યા છે અને તેથી જ “ગર્ભપાત' અંગે સહુ ફેરવિચારણાને જરૂરી માની રહ્યા છે! પોતાના જ વહાલા સંતાનને-દીકરાને કે દીકરીને મારી નાખવા તેયાર થતાં માબાપો કેટલા બધા ક્રૂર બનતા હશે? બાઈબલનો શેતાન પણ આવી ક્રૂરતા આચરવા માટે તૈયાર નહિ થાય! પોતાના ભૌતિક સ્વાર્થ ખાતર, સંતાનોને પેટમાં કાપી નખાવવા એ કેટલું બધું અધમ, પાશવી, રાક્ષસી કૃત્ય ગણાય ! કેટલીક વાર તો જલદ પ્રયોગો કરવા છતાં પણ ગર્ભપાત થતો નથી. ગર્ભસ્થ બાળક, તેના પુણ્ય જ બચી જાય છે અને જન્મ પામી જાય છે. જો આવા બાળકને ખબર પડે કે તેના માતાપિતાએ તો તેને મારી નાખવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા! તો આ બાળક તે માતાપિતાનું ભક્ત શી રીતે બની શકે? તે પણ તેમનો હત્યારો જ નહિ બને? હા, જરૂર. તેમ જ થવાનું. કર્ણને જન્મતાંની સાથે નદીમાં તરતો મૂકી દેનારી માતા કુન્તીને કર્ણ સદા ધિક્કારતો જ હતો! તે પોતાને કૌન્તય કહેવામાં સદા હીણપત જોતો હતો. તેને “રાધેય' બનવું જ અત્યંત પ્રિય હતું. આવું જ પોતાના દેખતાં માતાને મારપીટ કરતા પિતા તરફનું બાળકનું વર્તન ભાવિમાં ધિક્કારભર્યું બની જાય છે. લવ અને કુશ તેમના પિતા રામને ધિક્કારવા લાગ્યા હતા, જ્યારે તેમને એ વાતની ખબર પડી કે પિતાએ, માતાને વગર વાંકે સગર્ભા અવસ્થામાં વનમાં ધકેલી મૂકી હતી! માતાપિતાના વાત્સલ્યને નહીં પામેલા; ઘોડીયાઘરમાં જ આયાઓ પાસે મોટા કરાયેલા સંતાનો જ્યારે મોટા થાય છે ત્યારે બુઢા થયેલા માબાપોને તેઓ ઘરડાઘરોમાં ધકેલી દે છે. બિચારા માબાપો! એકલતાની ભારે યાતનામાં, પુત્રપૌત્રાદિની હૂંફના અભાવમાં મોતની રાહ જોતાં માંડ માંડ પોતાનું જીવન ઢસડતા Page #64 -------------------------------------------------------------------------- ________________ ૬૪ બાર પ્રકારની હિંસાઓ રહે છે. હાથનાં કર્યાં હૈયે વાગે છે! આ જ રીતે ગર્ભપાતમાંથી ઊગી ગયેલાં સંતાનો (કે પછી આજના સ્વાર્થી પવનની ઝપટમાં આવેલાં સંતાનો) પોતાના બુઢા કે રોગી, નકામા-માબાપોને ડેથ-ટ્યૂબ ચડાવી દઈને પંદર મિનિટમાં પતાવી નાખતા હોય છે! ઘોડીયાઘરથી ઘરડાઘરે..! ગર્ભપાતથી ડેથ-ટ્યૂબના સથવારે! હાય! કેવી ભયાનક છે; આ સ્વજનહિંસા! મોક્ષલક્ષ તૂટી જતાં કેવું ભોગરસનું ઝેરી હવામાન ચોમેર ફેલાયું છે! સ્વાર્થ વિનાનો કયાંય સ્નેહ જણાતો નથી; દગા વિનાની ક્યાંય મૈત્રી જોવા મળતી નથી. ધર્મને ધક્કો લગાવી દઈને આપણે આપણા જ સુખશાંતિને ધક્કો નથી મારી દીધો શું? કૃતજ્ઞતા, વાત્સલ્ય વગેરે ગુણોને આગ લગાડી દઈને આપણે આપણી જ આબાદી અને સમૃદ્ધિને આગ નથી લગાવી દીધી શું ? સ્વજનોની પારસ્પરિક ક્રૂર હિંસાઓની સામે પ્રાણીઓની હિંસા બહુ ગંભીર જણાતી નથી. માટે જ પ્રાણિમિત્રોએ, માનવતાવાદીઓએ સ્વજનોના પણ મિત્ર બનવું જોઈએ. તેમની તરફ માનવતાપૂર્ણ વ્યવહાર દાખવવો જોઈએ. Page #65 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ માનવહિંસા (૩) ઈ.સ. ૧૪૯૨ની સાલમાં છઠ્ઠા પોપ જ્યોર્જ બાર્ગીઓએ એક ફતવો (બુલ) બહાર પાડેલો અને તેમાં તેણે જણાવ્યું હતું કે, “આખા વિશ્વના હું બે ટુકડા કરું છું. તેમાંનો એક ટુકડો સ્પેનને અને બીજો પોર્ટુગલને ભેટ કરું છું.” બહુ નાનકડી અને સામાન્ય લાગતી આ વાતમાં જ બહુ મોટા માનવ-સંહારની આગનો તણખો પડેલો છે. ઈતિહાસનું આ સૌથી વધુ ભેદી પાનું છે. સૌથી મોટી ઘટના છે. શું ક્રિશ્ચિયન ધર્મગુરુ પોપ આ વિશ્વના માલિક હતા કે એમણે તેના બે વિભાગ કરીને તેની વહેંચણી કરી? ખેર.... વહેંચણી કરી એટલે જ માલિકી નક્કી થઈ ગઈ! “સબ ભૂમિ ગોપાલ (ભગવાન) કી” એ વાતનું એકાએક ભેદી રીતે ખૂન થઈ ગયું! આજે ગોરાઓએ આખા વિશ્વને પોતાનું માની લીધું છે. તેઓ તેનો સંપૂર્ણ કબજો લેવા માગે છે. તેમની ઉમ્મીદ છે કે વિશ્વમાં એક જ ધર્મ-ઈસાઈ રહેવો જોઈએ અને લાલ (રેડ ઈન્ડિયન્સ વગેરે) પીળી (જાપાનીઝ, ચીનાઓ વગેરે) કાળી (હિન્દુસ્તાની, આફ્રિકન વગેરે) ચામડીના વર્ણોને ખતમ કરીને એક જ ગોરો વર્ણ રહેવો જોઈએ. જો આમ થાય તો જ વિશ્વમાં શાંતિ-વિશ્વશાંતિ થાય. બધા ધર્મો રહે, બધી ચામડીઓ પણ રહે અને સહુ પોતપોતામાં રહીને સંપીને રહે તો ય વિશ્વશાંતિ થઈ શકે ખરી પરંતુ ગોરી પ્રજાને તેમાં જોખમ લાગે છે. તેઓ તો બાકીના બધાને સાફ જ કરી નાંખીને- “એક ધર્મ, એક વર્ણ દ્વારા વિશ્વશાંતિ લાવવા માગે છે. કૂતરો ખૂબ ભસતો હોય તો તેને ભોજન આપીને ય શાંત કરી શકાય અને ‘શૂટ' કરી નાંખીને પણ શાંત કરી શકાય. ગોરાઓ બીજા માર્ગેથી વિશ્વશાંતિ લાવવા માગે છે. ઈ.સ. ૧૪૯૨ની સાલથી આવી વિશ્વશાંતિ તરફ તેમણે ભેદી રીતે-દોસ્તીના દાવે આ વિશ્વશાંતિની દિશામાં પ્રયાણ શરૂ કરી દીધું છે. સો સો વર્ષોના તબક્કા વાર તેમનો આ દિશાનો કાર્યક્રમ આગળ ધપી રહ્યો છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ וד ૬૬ બાર પ્રકારની હિંસાઓ આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે જે કાંઈ કરવું પડે તે બધું તેઓ કરે છે. એ રીતે મોટા ભાગની માનવજાતનો તેઓ નાશ કરી દેવા માંગે છે. હા. પૂર્વે તો આ માટે તેઓ અ-ઈસાઈ, અ-ગૌર પ્રજા સાથે યુદ્ધો પણ લડ્યા. દુશ્મન બનીને ટકરાયા. મરાયા તેટલાને મારી નાખ્યા. આજના અમેરિકાની મૂળભૂત જાતિ-રેડ ઈન્ડિયન્સ-વગેરે કેટલીય જાતિઓનું લગભગ મૂળમાંથી નિકંદન કાઢી નાખ્યું. પણ તે પછી તેઓએ આ રસ્તે પોતાને પણ થતું નુકસાન જોઈને ‘યાદવાસ્થળી’નો બીજો માર્ગ અપનાવ્યો. હવે તેઓ એક જ પ્રજાના બે વિભાગ કરીને તેમને પરસ્પર લડાવી મારે છે. તેમની જ ધરતીમાં તેમનું લોહી રેડાવે છે. આ વખતે રશિયા અને અમેરિકા તે બેમાંથી એકેકની સાથે જોડાઈ જાય છે. અને તે બન્નેયને શસ્ત્રો વગેરે આપીને તે વધુ ને વધુ મજબૂત કરતા જઈને વધુ ને વધુ ખૂનખાર જંગ ખેલાવીને લગભગ ખતમ કરી નાંખે છે. રશિયા અને અમેરિકા પરસ્પર કટ્ટર શત્રુ છે.' એ વાત જેવું સફેદ જૂઠાણું વિશ્વમાં ભાગ્યે જ કોક હશે. તેઓ દિલોજાન દોસ્તો છે. સમગ્ર વિશ્વને બે વિભાગમાં તેઓ વહેંચી ખાવાના ક૨ા૨ સાથે જોડાયેલા છે. તેમનો દેખાવ પરસ્પરની દુશ્મનીનો એટલા માટે છે કે તેથી જેમને પરસ્પર લડાવી મારવા છે તે લોકો તેમનો સાથ માંગવા જેટલા મૂર્ખ બનીને આપઘાત વહોરી લે. જો પાકિસ્તાનની સાથે અમેરિકા જોડાય તો ભારત રશિયાનો સહકાર માગે જ, કેમકે ભારત માની બેઠું છે કે અમેરિકાનો દુશ્મન રશિયા છે! રાજ કરવાની નીતિ હવે સાવ બદલાઈ ગઈ છે. પૂર્વે બ્રિટિશરો ભારતમાં રહીને-પોતાનાં થાણાં નાખીને-રાજ કરતા હતા. પરંતુ આના કરતાં ખૂબ સહેલાઈથી અને કશી નુકસાની વિનાની રાજ કરવાની સહજ નીતિ એ શોધાઈ છે કે પોતાના વતનમાં-પાંચ હજાર માઈલ દૂર રહીને જ રાજ કરવું. હા. ચૂંટણી દ્વારા ભલે તે તે દેશની સ્થાનિક પ્રજા ચૂંટાય, પરંતુ ચૂંટાએલાઓને માર્ગદર્શન (કે ઉન્માર્ગદર્શન !) આપનારો સેક્રેટરી-વર્ગ તો વગર ચૂંટાએલો જ હોય! પોતાનો જ હોય! જે સતત ચૂંટાયેલા સ્થાનિક લોકોને ખોટે રસ્તે દો૨વીને, પોતાના જ ભાઈભાંડુઓનું કારમું અહિત કરતો હોય. વળી આ સેક્રેટરીની દર પાંચ વર્ષે બદલી થવાનો સવાલ આવતો નથી એટલે એ એના પોતાના પ્રધાનનો બાપ બનીને જ રહેતો હોય છે. આ પ્રકારની રાજપદ્ધતિથી ગોરાઓ ભારત વગેરેમાં રહીને રાજ કરવા દ્વારા Page #67 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ કેટલું ધન માદરેવતનમાં લઈ જઈ શક્યા નથી તેટલું બધું ધન આજે ખેંચી જાય છે. અને વધારામાં, દેશની પ્રજાને બધી રીતે બેહાલ, પાયમાલ કરતા રહે છે કે જેથી એક વાર ફરી તેઓનો વસતિવધારો ભારત વગેરે દેશનો કાયમી કબજો લઈ શકે. પરસ્પરને લડાવી મારવાની નીતિમાં દુશ્મનીનો દેખાવ કરતાં રશિયા-અમેરિકાગોરાઓએ-ભારેથી ભારે સફળતા હાંસલ કરી છે. દૂર બેઠાં રાજ કરવાની નીતિમાં પણ તેઓ સો ટકા સફળ થયા છે. સંભવ છે કે ઈસ્લામી ઝનૂનથી અને હાથમાં તલવાર સાથે મુસ્લિમોએ અપનાવેલી હિંસક-નીતિમાં તેમને મળેલી નિષ્ફળતામાંથી ગોરાઓ એ ભેદી યોજનાને પસંદગી આપી હોય. મુસ્લિમ શાસકો સ્થાનિક પ્રજાની ઉપર ચડી બેસીને તલવારથી જીવહિંસા કરતા ત્યારે ગોરા-શાસકો અનેક રીતે તે તે દેશની પ્રજાની સંસ્કૃતિહિંસા કરી રહ્યા છે. સંસ્કૃતિ એ તો જે તે દેશની જે તે પ્રજાની જીવાદોરી છે. તેનાથી જ તેમનું જીવન છે. જો તે જીવાદોરી કપાઈ જાય તો તેમનું જીવન ટકી શકે નહિ. મુસ્લિમો, બીજાને તલવારે મારવા જતાં, પોતે પણ મર્યા. ગોરાઓ આપસમાં લડાવતા રહે છે. બધાં ક્ષેત્રોમાં ખુવારી સર્જે છે અને પોતે જાણે કે દૂર રહીને તમાશો જોયા કરે છે. એ લોકો પ્રજામાં જાતિવિગ્રહ, જ્ઞાતિવિગ્રહ, ભાષાવિગ્રહ વગેરે સ્વરૂપ આંતરવિગ્રહો ઉત્પન્ન કરાવે છે. અકબર વગેરે મુસ્લિમ શાસકોના સમયમાં હિન્દુ અને મુસ્લિમ બન્ને જાતિઓ સંપીને રહેતી. શાસકો હિન્દુઓને સન્માનતા, તેમના ધર્મસિદ્ધાંતોને ઠેસ લાગી ન જાય તેની ભારે કાળજી કરતા. પણ ગોરાઓએ આ બે જાતિને પરસ્પર લડાવી મારી. તે પછી હિન્દુઓમાં જ હિન્દુ શીખને પરસ્પર લડાવી માર્યા. તે પછી – હવે– પછાત હિન્દુ અને સવર્ણહિન્દુઓને લડાવી મારવાનો - બે વચ્ચે ખૂનખાર હુલ્લડો કરાવવાનો તેમનો મનસૂબો છે; જેનાં પગરણ ગાંધીજીની નીતિઓ દ્વારા થઈ ચૂક્યાં છે. હાલની માંડલપંચની વાતો આ ખૂનખાર જંગની શરૂઆત કરવા માટેનો દુદુભિનો નાદ - બિહારમાં તો “અજગર' AJGAR (આહીર, જાટ, જાદવ વગેરે) એક થઈને સવર્ણોને દૂર કરીને સમગ્ર ભારત ઉપર કબજો લેવા સજ્જ બન્યા છે. દલિત પેન્થરો, હરિજનો, નીઓ બોદ્ધો (વટલાએલા હિન્દુઓ) અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ Page #68 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ વગેરે જાતિઓ, બક્ષીપંચમાં સમાતી જ્ઞાતિઓ અને મુસ્લિમો તથા ક્રિશ્ચિયનો – આ તમામ હિન્દુ મટીને એક થવા માગે છે. તેઓનું “ફેડરેશન' બનીને શેષ સવર્ણ હિન્દુઓ સામે લડવા માગે છે. આ લોકોને આ રીતે પેલા ગોરાઓ જ અનામત આંદોલનાદિ દ્વારા ઉશ્કેરે છે : લોકોને આ રીતે શસ્ત્રસજ્જ કરે છે. જો આ હિન્દુ લોકો હિન્દુ મટી જાય (રામકૃષ્ણ મિશનવાળાઓની જેમ) તો રાતોરાત હિન્દુ કોમ લઘુમતીમાં મુકાઈ જાય. ગોરાઓ એટલે પરદેશી ગોરાઓ જ ન સમજતાં મેકોલે શિક્ષણની ડીગ્રી પામેલા લગભગ તમામ ભારતીયોને પણ ગોરાઓ-દેશી ગોરાઓ – સમજવા. આધુનિક શિક્ષણ પામીને તેઓનાં મગજ પણ રાષ્ટ્રદ્રોહી બની ગયાં છે. ધર્મહીન બનીને ભોગલમ્પટ, સ્વાર્થપ્રચુર, સત્તાલક્ષી બની ગયા છે. એવા કરોડો શિક્ષિત દેશી ગોરાઓ (અમીચંદો-કોંગ્રેસ, જનતાદળ, ભાજપ વગેરે) વિદેશી ગોરાઓએ તૈયાર કરી દીધા છે કે તે બધા વગર પ્રેરણાએ વિદેશી ગોરાઓનું ભારતની પ્રજાના નિકંદનનું કામ આપમેળે કરતા જ રહે. હા, બે ય પ્રકારના આ ગોરાઓ ભારતદેશ (ધરતી)ને તો વધુ ને વધુ મોડર્નઅબ્રામોડર્ન અમેરિકા બનાવવામાં એકમત છે. તેમને તો માત્ર ભારતીય હિન્દુ પ્રજાનું કાસળ કાઢી નાખવું છે. જેવું ભારતમાં તેવું સર્વ દેશોમાં! જે દેશો અ-ઈસાઈ અ-ગીર હોય તે બધા દેશો માટે એક જ નીતિ છે કે યાદવાસ્થળી આદિ કોઈ પણ ઉપાય કરીને તેની સ્થાનિક તમામ પ્રજાઓનું નિકંદન કાઢી નાખો; અથવા તેમને ધર્મથી ઈસાઈ બનાવી દો અને ઈંજેક્શનો લેવા દ્વારા ચામડીથી ગોર બનાવી દો. ગોરાઓએ ઉત્તર, દક્ષિણ વિયેતનામને; ઉત્તર-દક્ષિણ કોરીઆને, પૂર્વ-પશ્ચિમ જર્મનીને, ભારત-પાકિસ્તાન, પાકિસ્તાન-બંગલાને, શ્રીલ કામાં સિંહાલી તામીલોને, ઈરાક-કુવૈતને, ઈઝરાઈલ-આરબદેશોને ક્યાં ક્યાં વિભાજિત કરીને, ભેદભાવ ઉત્પન્ન કરીને આપસમાં નથી લડાવી માર્યા? આ રીતે તેઓએ કેટલો મોટો માનવસંહાર કરી નાખ્યો છે. હવે તો વિશ્વયુદ્ધ વિના જ, વિશ્વશાંતિના કાળમાં તેઓ વિશ્વયુદ્ધથી પણ વધુ સંખ્યાના માનવોનો એકધારો સંહાર કરતા રહે છે! આ ગોરાઓને જેરુસલેમ વગેરે કારણોસર મુસ્લિમો તરફ સૌથી વધુ ધિક્કાર છે. વળી મુસ્લિમ પ્રજા અત્યંત ધર્મઝનૂની હોઈને તેઓને જરાક પણ દાદ આપવા તૈયાર નથી. આ પ્રજાને પણ આખું વિશ્વ પોતાના કબજામાં લેવાનો ભારે ઝનૂની Page #69 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ કોડ છે એટલે આ માનવપ્રાણીનું તે વિદેશી ગોરાઓ સૌથી પહેલું નિકંદન કાઢશે. ત્યારબાદ સતત આડું ફાટતું, પુષ્કળ માનવબળ ધરાવતું ચીન તેમની નજરમાં છે. બીજા નંબરમાં ચીની માનવસંહાર તેમનું લક્ષ છે. હા, એ પછીના ક્રમે બૌદ્ધ અને હિન્દુ પ્રજાનું નિકંદન પણ તેમના મનમાં અભિપ્રેત તો છે જ. પરંતુ પહેલા બે માનવસંહાર કરતાં જ તેમનો ય જે સંહાર થશે તેથી તેઓ નબળા પડતાં હિન્દુ પ્રજાનો માનવસંહાર કદાચ ઊગરી જાય ખરો. ૬૯ જેઓ બીજાઓને બરબાદ કરવા માટેના નુસખા યોજે છે તે નુસખાઓને તેમની પોતાની ગોરી પ્રજા પણ અપનાવી લેવા જાય છે, એટલે તે પ્રજાને પણ પુષ્કળ નુકસાન થાય છે. ડ્રગ્સ વગેરે અ-ગોર પ્રજામાં જોરશોરથી ભલે પ્રસારાય પણ તે ડ્રગ્સનો ભોગ તે ગોરાઓ પણ મોટી સંખ્યામાં બન્યા વિનાના રહ્યા નથી. ખરેખર તો, તેઓ જ ખોદેલા ખાડામાં વધુ પટકાતા જોવા મળે છે. બીજાની એક આંખ ફોડવા નીકળેલાની બે ય આંખો ફૂટી રહી છે. આ બધું જોતાં અંતે તો એમ લાગે છે કે ગોરી પ્રજાનું ધાર્યું ગણિત બરોબર પાર ઊતરી શકવાનું નથી. હાલ તો આપણે તેમના માનવ-સંહારના કેટલાક ભેદી અને ખૂબ જલદ માર્ગોને અહીં વિચારીએ. વર્લ્ડબેંક વગેરેથી માનવસંહાર માનવસંહારનું સૌથી મોટું કાર્ય વર્લ્ડ બેંક કરી રહી છે. આ બેંક દરેક દેશને તેવી જ -જંગી - મદદ આપે છે જેના દ્વારા તે દેશની પ્રજાની કોઈ ને કોઈ જીવાદોરી પૂરેપૂરી કપાઈ જાય. વિશ્વના કોઈ પણ કાતિલ શસ્ત્ર કરતાં ‘સહાય' સૌથી વધુ ભયંકર શસ્ત્ર છે. આ વર્લ્ડ બેંકની માનવસંહારની ભેદી યોજનામાં બીજી પણ કેટલીક સંસ્થાઓ કાર્યાન્વિત છે; જેમનાં નામો છે, યુનો, યુનેસ્કો, ફાઓ, હુ (WHO), નાટો વગેરે. કોઈ સીધી રીતે, કોઈ સહાયની ભેદી રીતે, કોઈ બ્રેઈન-વોશ કરીને, કોઈ નવું તૂત ઘાલી દઈને દરેક દેશની પ્રજાનો મોટો સંહાર કરી રહેલ છે. આ સંસ્થાઓએ પ્રત્યક્ષ રીતે બધા દેશોને સહાય આપવા દ્વારા એવા તો દેવાદાર બનાવ્યા છે કે તેના બોજ નીચે તે પ્રજા કચરાઈને જ રહે. અંતે.. એ લોકો એ દેશનો દેવા પેટે કબજો લે. દેવું કરતાં ય વધુ નુકસાન તો તેમની ગોઠવાયેલી સહાયની કોઈ યોજનાની સુરંગ છે જે પ્રજાના શારીરિક, માનસિક, આર્થિક, ધાર્મિક વગેરે વિકાસને સર્વથા ઊથલાવી નાખે; પ્રજાને બરબાદ કરી દે. Page #70 -------------------------------------------------------------------------- ________________ 0 બાર પ્રકારની હિંસાઓ આ સંસ્થાઓ ટયુબવેલો બનાવવા માટે જંગી મદદ એટલા માટે કરે છે કે તેથી ધરતીનો જળભંડાર જલદી ખાલી થઈ જાય. ત્યાં સમુદ્રનાં પાણી ધસી આવે. એમ થતાં નદી, કૂવા આદિનાં પાણી સાવ ખારાં થઈ જાય. આ સંસ્થાઓ ફુડ પેકેટો (તેયાર ભોજન)નું ચિક્કાર ઉત્પાદન એટલા માટે કરે છે કે, તેથી સાંસ્કૃતિક પદ્ધતિનું પ્રાચીન પરંપરાનું ગૃહિણીનું રસોડું- જેના લાભો અગણિત છે - તે સાવ ખતમ થઈ જાય. ઘરમાંથી સ્નેહની સરવાણીઓ સુકાઈ જાય. દરેક કુટુંબ સંઘર્ષ અને ક્લેશનો ભોગ બની જાય. આ સંસ્થાઓ “ફર્ટિલાઈઝરો'માં મદદગાર થવાનો રસ એટલા માટે ખૂબ ધરાવે છે કે તેથી તે દેશની લાખો હેક્ટર જમીનો બળી જવાની છે. પોતાનો કસ ખોઈ બેસવાની છે; દસ-વીસ વર્ષમાં કોઈ પણ પ્રકારની ખેતીને માટે નકામી થઈ જવાની છે. આમ થતાં કરોડો ખેડૂતો, સીમાંત (maginal) અને શ્રીમંત તમામ, ખેતમજૂરો સાફ થઈ જવાના છે. આ સંસ્થાઓ હાઈબ્રીડ (અનાજોની સંકર જાતો)માં એટલા માટે ભારે રસ ધરાવે છે કે તેનાં દૂરગામી પરિણામો ભયંકર છે. તાત્કાલિક પણ તેમાં જન્તુ પ્રતિકારશક્તિ નથી એટલે પેદા થનારાં જંતુઓનો નાશ કરવા માટે જંતુનાશક દવાઓનું વિરાટ બજાર હાથમાં આવવાનું છે. આ દવાઓ કેન્સર વગેરે રોગોની જનેતા હોવાથી દવાઓનું પણ મોટું બજાર ખુલ્લું થવાનું છે. અને તે બધું કરીને છેલ્લે તો તે પ્રજા મોત ભેગી થવાની છે. આ સંસ્થાઓ વિદેશી ગાયો વગેરેને ભારતમાં એટલા માટે ઘુસાડવામાં મોટી સહાય કરવા તૈયાર થાય છે અથવા ક્રોસ-બ્રીડીંગના કાર્યમાં જંગી રકમની ભેટ દેવા એટલા માટે તૈયાર છે કે તેના દ્વારા તે ભારતીય ઓલાદના પશુધનનું નિકંદન કાઢવા માગે છે. બીજી બાજુ તે વિદેશી ગાયો કે ક્રોસ-બ્રીડીંગના પશુઓ તો ભારતીય હવામાનને પ્રતિકૂળ હોઈને ટકવાની જ નથી. આમ ભારત આ વિષયમાં સાવ પરાવલંબી બનીને ખતમ થઈ જાય. આ સંસ્થાઓ જીવનપ્રદાયી આયુર્વેદના વિકાસમાં રસ ધરાવવાને બદલે એલોપથી ઓષધોમાં એટલા માટે રસ ધરાવે છે કે તેના વપરાશથી પ્રજાઓના પેટમાં ઈંડાં, લોહી, વીર્ય, ચરબી, લીવર, માંસ હાડકાં, રેનેટ વગેરે પ્રાણીજ પદાર્થો સહજ રીતે ચાલી જવાના છે. એથી એમની નિર્મળ બુદ્ધિનો ભ્રંશ થવાનો છે. વળી આ દવાઓના વપરાશથી અઢળક સંપત્તિ તેમના ઘરભેગી થવાની છે. વળી આ દવાઓનો રોગ કરતાં ય ઈલાજ ભયંકર સ્વરૂપ છે. એટલે નવા અનેક રોગોને પેદા કરીને કરોડો માનવોનો જાન લેનારી છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ આ સંસ્થાઓ બંધો બાંધવામાં એટલા માટે રસ ધરાવે છે કે તેથી કરોડો ગામડાના લોકોની બારમાસી નદી સુકાઈ જવાની છે, તેથી તે લોકો કાયમ માટે તરસ્યા રહીને મરવાના છે. આમ થતાં લાખો ગામડાંઓ ભાંગી જવાનાં છે. બંધોથી ધરતીકંપો થવાના છે. પચાસ વર્ષ બાદ પુષ્કળ કાંપ વગેરેનો ભરાવો થતાં તે બંધો સાવ નકામા થવાના હોવાથી પ્રજા નદીથી અને બંધથી - બે ય રીતે - ભ્રષ્ટ થઈને ઝેર ખાવાની છે. બંધોમાં મત્સ્યોદ્યોગ વિકસાવવાનો હોવાથી પ્રજા માંસાહારી બનવાની છે. બંધોથી પાણીને ભરી લેવાના હોવાથી સરકાર પાણી પણ વેચીને પૈસા કમાતી થતાં ગરીબ ખેડૂતો બાપડા સૈકાઓથી મળતું વહેતી નદીનું મફત પાણી સદા માટે ખોઈ બેસીને ભિખારી બનવાના છે. બંધના પાણીથી જો સો ગામને ખેતીમાં લાભ થવાનો હોય તો ય લાખો ગામોને નદી-જળ મળતાં બંધ થતાં તે બધા બેહાલ થઈ જવાના છે. બંધોથી વૃક્ષોના અને વનોના વિચ્છેદ થતાં વરસાદમાં અવરોધ ઉત્પન્ન થવાનો છે. દુષ્કાળો પડવાના છે. ક્યારેક અતિવૃષ્ટિ થઈ તો બંધો ઊભરાતાં સેંકડો ગામડાંઓ ઉપર પાણી ફરી વળીને પારાવાર નુકસાન કરવાના છે. બંધો તો બંધાય છે; સિમેન્ટ, લોખંડ વેપારીઓને અબજો રૂ.ની કમાણી કરી લેવા માટે; મત્સ્યઉદ્યોગ માટે, માનવસંહાર કરતી ફેકટરીઓને ઈલેકટ્રીક પૂરી પાડવા માટે. - વિજ્ઞાન એટલી બધી પ્રગતિ કરી ચૂક્યું છે કે એને સ્ત્રીને પુરુષ બનાવતાં; અને પુરુષને સ્ત્રી બનાવતા પણ આવડે. તે રોબોટ બનાવી જાણે, તે સુપર-કોમ્યુટર બનાવી જાણે. તો શું તે તેવા પાવડરો (પોપેયે વગેરે) ન બનાવી શકે જેમાંના કેટલાક પાણી ભરેલા કાળા ડીબાંગ વાદળોની ઉપર પડીને તે વાદળોના પાણીને બાળી નાંખે. અને જે તે દેશોમાં ભયંકર દુકાળો તૈયાર કરીને અતિવૃષ્ટિ પણ ન કરી શકે? જેથી પેલો બિચારો દેશ લીલા દુકાળે પાયમાલ થઈ જાય ! એ તો સારું છે કે હજી એ ઉપરવાળા (ગોરાઓ)ની મહેરબાની છે કે તે આવું કાંઈક ગરીબ દેશો ઉપર કરતો હોય તેમ લાગતું નથી. આ સંસ્થાઓને મુંબઈની ધારાવી (એશિયામાં સૌથી મોટી!) જેવી ઝૂંપડપટ્ટીના નવનિર્માણમાં રસ છે. કેમ કે આ રીતે પછાત-કોમો મજબૂત બને તો ભાવિમાં જે તે દેશની સવર્ણ-બુદ્ધિમાન પ્રજાઓ સામે બળવો કરીને તેમને ખતમ કરીને કે દૂર કરીને રાષ્ટ્રનો કબજો લે; એમ થતાં આ બુદ્ધિમાં દૂર્બળ-દૂબળી કોમો દ્વારા રાષ્ટ્ર અધાધુંધીમાં ફસાઈ પડે. Page #72 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ આ સંસ્થાઓ ફળોની ખેતીમાં એટલા માટે રસ છે કે તેમના ગોરાઓને ફળોના રસ પીવા મળે! ના... એમ નથી. એમને રસ અનાજની ખેતીનો નાશ કરીને પ્રજાને ભૂખમરામાં સપડાવી દેવામાં પાકો રસ છે. આ સંસ્થાઓને કતલખાના, મત્સ્યોદ્યોગ, મરઘા,બતકા, સસલાં કેન્દ્રો વગેરેમાં ગરીબોને રોજી આપવાના કારણસર રસ છે એવું રખે કોઈ માની લેતા. એ તો ભારત જેવી અન્નાહારી પ્રજાને મોટા પાયે માંસાહારી બનાવવા માગે છે; જેથી તેઓને ઈસાઈ બનાવવામાં મોટા અવરોધરૂપ બનતો માંસાહાર-નિષેધનો પથ્થર દૂર થઈ જાય. જેથી હિન્દુત્વનો ભ્રશ થાય. જેથી ધર્મનો નાશ થાય. એક બાજુ ખેતીને વધુ ને વધુ મોંઘી બનાવાતી જાય; બીજી બાજુ માછલાં વધુને વધુ સુલભ અને સસ્તાં બનતાં જાય પછી પ્રજાને માંસાહારી બનવામાં કેટલી વાર? ખેત-ઉત્પાદનો હવે રોજ વધુ ને વધુ મોંઘા બની રહ્યા છે એટલે “ખેતી કરવાનું ભારતીય પ્રજા બંધ કરવા લાગશે. ખેતરો પાણીના મૂલે વેચવા કાઢશે. લાખો એકર જમીનો રશિયનો વગેરે ખરીદશે. તેમના રાક્ષસી ટ્રેક્ટરો, ફ્રેન્ચ કૂવાઓ વગેરેથી ચિક્કાર અનાજ ઉત્પાદન કરશે. બીજી બાજુ ઢોરો કપાતાં દૂધ ખતમ થશે. એટલે દૂધના પાવડરોની આયાત કરવી પડશે. આમ અનાજ અને દૂધ સ્થાનિક પ્રજાના હાથમાંથી ચાલી જતાં અને બીજી બાજુ હજારો કરોડ રૂ.ના દેવાનો ડુંગર ખડકાતાં સ્થાનિક પ્રજાઓ કાયમી ગુલામીના ભરડામાં ભીંસાઈ જશે. મોંઘીદાટ ખેતી! મોંઘું અનાજ! ક્યાંથી ખરીદશે કોઈ ગરીબ અનાજ! અઢળક અનાજનું રશિયન ટ્રેકટરોથી ઉત્પાદન! લાખો મણ અનાજના ઢગલા! હજારો ભૂખ્યા માણસોનાં તે ઢગલા પાસે જ મડદાં! ઈથોપીઓ વગેરે આફ્રિકન-કાળાઓના દેશમાં ભેદી રીતોથી કારમો માનવસર્જિત દુકાળ ફેલાવાયો છે. એના ભરડામાં આ કાળી પ્રજા ભીંસાઈને દર વર્ષે લાખોની સંખ્યામાં મરી રહી છે. બિહારની પ્રજાની પણ એ જ હાલત છે. એક સર્વે મુજબ રોજ ચાળીસ હજાર નાનકડાં બાળકો અને પચાસ હજાર મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષો વિશ્વમાં માત્ર ભૂખમરાથી મરે છે. ભૂખી માતાઓ, ભૂખ સહન ન થતાં પોતાનાં જ બાળકોને ભૂંજી નાંખીને તેમનું માંસ ખાઈ લે છે. ક્યારેક તેઓ પોતાનાં બાળકોને દસથી બાર હજાર રૂપિયામાં વેચી નાખે છે; જેના જુદાં જુદાં અંગોના એક લાખ ઉપર રૂપિયા બાળ-કસાઈઓ બનાવી લે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ રક્તદાનથી શરૂ થયેલું ચોકઠું અંગદાન, ચક્ષુદાન અને વીર્યદાનમાં ફેરવાયું. હવે કીડની, હાડકાં, માંસ, ચરબી, તમામ – અંગોના દાનમાં (પ્રત્યારોપણ માટેના) ફેરવાયું છે. મરેલા માણસોનું આ અંગદાન નથી. જીવતા જીવોને અપહરણથી ઉઠાવી લઈને કે ખરીદી લઈને આ અંગદાનનો બહુ મોટો વેપાર શરૂ થયો છે. આ જ કારણે મેં વર્ષો પૂર્વે રક્તદાનના તાત્કાલિક લાભો હોય તો પણ આ દૂરગામી આફતોની એંધાણી આપીને તેનો નિષેધ કર્યો હતો ! પરંતુ અફસોસ! લોકોની બુદ્ધિ ગોરાઓના ચરણો ચાંટી રહી છે અને કાન માત્ર પોપસંગીત સાંભળવા જ ખુલ્લા રહ્યા છે. માનવહિંસાના આ પ્રકરણમાં જે વિષયોની મેં ટૂંકી નોંધ આપી છે તેમાંના કેટલાક વિષયો ઉપર વિસ્તૃત છણાવટ કરતી અખબારી નોંધ અહીં અક્ષરશઃ ઉધૃત કરું છું જંતુનાશક કે માનવનાશક? અનુવાદકઃ મોહન દાંડીકર ઔદ્યોગિક યુગની મોટામાં મોટી આફતમાંથી હમણાં જ આપણે પસાર થયા. આ અકસ્માતને કારણે વિશ્વમાં વધુમાં વધુ વળતર માગવાનો વિક્રમ સ્થાપીને ગિનિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે આપણું નામ દાખલ કરાવી દીધું, અને અકસ્માતનું વળતર મળી ગયું એમ માની લીધું. આપણે એમ પણ માની લીધું કે આ તો બધે જ બને છે. ભોપાલમાં આવો ભયંકર અકસ્માત કેમ થયો? કેવી રીતે થયો? યાંત્રિક ગરબડને લીધે થયો? કોઈની બેદરકારીને કારણે થયો? વગેરે પ્રશ્નોના જવાબો પણ આપણે પોતપોતાની રીતે મેળવી લીધા. છતાં ભોપાલ હત્યાકાંડના કાટમાળ નીચે પણ બીજા અનેક પ્રશ્નો વણઉકલ્યા પડ્યા છે. જે માનવીય પ્રશ્નો છે. જેના જવાબો આપણે શોધવા જ પડશે. જેનો સંબંધ જે લોકો એનો ભોગ બન્યા છે એની સાથે જ માત્ર નથી પણ જેઓ ભારત અને ભારત જેવા ત્રીજી દુનિયાના દેશોમાં જીવે છે અને જેમનું ભાવિ એની સાથે સંકળાયેલું છે એ તમામ જીવતાજાગતા માણસોની સાથે એનો સંબંધ છે. ઔદ્યોગિક દુનિયાનો દશમા નંબરનો મોટામાં મોટો દેશ અને વૈજ્ઞાનિકોની સંખ્યામાં વિશ્વમાં ચોથા નંબરનો દેશ ભારત. જેણે આ ભયંકર અકસ્માત સાક્ષાત અનુભવ્યો, આવા ભયંકર હત્યાકાંડ પછી જો એની આંખ ન ઊઘડે ને આવા બનાવોનો રોકવા કોઈ નક્કર પગલાં ન ભરે તો ભગવાન જ બચાવે એવા દેશને! Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૪ બાર પ્રકારની હિંસાઓ આ હત્યાકાંડની પાછળ ટેકનીકલ કારણ તો જે હોય તે પણ એક કારણ તો હતું જ – જંતુનાશક દવા. લોકો જેને “ભિમક' (મિસાઈલ આઈસોસાઈનેટ)ને નામે ઓળખે છે તે આનું મૂળ કારણ છે એમ સૌ કહે છે. પણ આના તરફથી લોકોનું ધ્યાન જાણી જોઈને બીજે વાળવામાં આવ્યું. કેમકે નહિતર તો આપણા ૭૦ ટકા અભણ લોકો વારંવાર પૂછડ્યા કરત કે “ભાઈસાબ, આ જંતુનાશક દવાઓ આટલી બધી જોખમી હતી તો તમે અમને પહેલેથી જ કેમ ન ચેતવ્યા? અમને અંધારામાં કેમ રાખ્યા?” આવા અનેક પ્રશ્નો પૂછી પૂછી જીવ ખાઈ જાત. અને આપણા ભણેલાગણેલા લોકો એનો જવાબ આપત ત્યારે આપણા ખેડૂતો આ જંતુનાશક દવા તરફ જોવાનું જ માંડી વાળત. તો પેલી બહુરાષ્ટ્રીય કંપનીઓની આવકનું શું થાત? આપણા સાહેબોના વટનું શું થાત? પણ થોભો. આ “મિક' પેલા જંતુનાશકની જનેતા છે જે ત્રીજી દુનિયાના દેશોમાંથી ૧૦,૦૦૦ માણસોને દર વર્ષે સીધા જ સ્વર્ગે મોકલી દે છે. પોણા ચાર લાખને ફરી બેઠા જ ન થાય એવી ભયંકર માંદગીની ભેટ આપે છે. આ કંઈ ટાઢા પોરનાં ગપ્પાં નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પોતાના એક હેવાલમાં આપેલા આ આંકડા છે. આ જંતુનાશક દવાઓ આટલી બધી ઝેરી છે એનો સાચો ખ્યાલ ભોપાલમાં આવું બન્યું ત્યારે આવ્યો. પણ ત્રીજી દુનિયાના દેશોમાં તો મોતનું આ ફલક સતત ચાલતું જ રહ્યું છે. આ દવાની અસરને કારણે કેટલાક તરત મરે છે. કેટલાક નથી મરતા. જેમને તરત અસર નથી થતી, તેમને ય મોડી કે વહેલી અસર તો થાય જ છે. ને તેઓ આ દુનિયામાંથી ઓચિંતા વિદાય લઈ લે છે. ભોપાલમાં જે હત્યાકાંડ સર્જાયો તે જંતુનાશક દવાના હવાઈ છંટકાવને કારણે સર્જાયો. ગેસને અનેક રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર કર્યા પછી ડબામાં પેક કરવામાં આવે છે. પેક થયા પછી એને “જંતુનાશક દવા' તરીકે ઓળખવામાં આવે છે. ગેસાવસ્થામાં આ દવા સીધી ફેફસાંને અસર કરે છે.ડબામાં પેક થયા પછી એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ શરીરમાં પ્રવેશે છે અને તરત મોતને બદલે, ધીમે ધીમે મોત આવે છે. આ જંતુનાશક દવાઓનો ઉપયોગ ૧૯૫૦થી થવા લાગ્યો. પાકમાં જીવાત ન પડે માટે ખેડૂતો આ વાપરવા લાગ્યા. આજે એણે આવું વિકરાળ રૂપ ધારણ કર્યું. Page #75 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ હવે તો ઉત્તરધ્રુવથી દક્ષિણધ્રુવ સુધી, હવા, પાણી અને માટીના કણેકણમાં આ ઝેરી વાયુની અસર થઈ ગઈ છે. આ ૩૦ વરસમાં આ જંતુનાશક દવાનો ઉપયોગ ૧૬૫ ગણો વધી ગયો છે. ડી.ડી.ટી.ની ખપત દર વર્ષે ૭૫૦૦ ટનની છે. વર્ષો પહેલાં સાબિત થઈ ચૂકેલું છે કે ડી.ડી.ટી.ને કારણે શરીરમાં કેન્સર થાય છે. છતાં એકેકથી ચઢિયાતી જંતુનાશક દવાઓની શોધ સતત થયા જ કરે છે. બી.એચ.સી, ડી.ડી.ટી.થી અઢી ઘણી ઝેરી છે. એની વાર્ષિક ખપત ૩૩,૦૦૦ ટન છે. મિથાઈલ પેરાથિયાન ડી.ડી.ટી. કરતાં ૨૦ ગણી વધુ ઝેરી છે. ૨.૪-ડી એની વાર્ષિક ખપત ૩,૦૦૦ ટન છે. જંતુનાશક દવાનો ઉપયોગ પણ આપણે ત્યાં છૂટથી થાય છે. હવે દુનિયા આખી જાણે છે કે આના ઉપયોગથી જમીન સાવ બિનઉપજાઉં, બની જાય છે. આ ૨.૪-ડી પાઉડરનો છંટકાવ “એજન્ટ ઓરેન્જ'ને નામે કરીને અમેરિકાએ વિયેટનામનાં લીલાંછમ વનોને સાફ કરી નાંખ્યાં હતાં. આ “એજન્ટ ઓરેન્જ' રસાયણો. એક લાખથી પણ વધુ માત્રામાં. વિયેટનામની ૧૩,૦૦૦ વર્ગ કિલોમીટર એટલે એની કુલ જમીનના ૪૦મા ભાગ પર, છંટકાવ કરવામાં આવ્યો હતો. જેને કારણે એટલી જમીન સાવ નકામી બની ગઈ હતી. આ ઈતિહાસ તો હજુ તાજો જ છે. વિયેટનામની ધરતી આ ૨.૪-ડીના વધુપડતા પ્રમાણને કારણે સાવ સૂકીભઠ્ઠ બની ગઈ. હવે એ જ ૨.૪-ડીનો છંટકાવ આપણે ત્યાં થવાથી આપણી જમીનની દશા કેવી થશે? જંતુનાશક દવાનો ઉપયોગ બે રીતે કરવામાં આવે છે : (૧) પાક પર છંટકાવ કરીને, (૨) મલેરિયાના મચ્છરોને મારવા ઘરોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી નદી, તળાવ, સમુદ્ર, બરફ ને હવામાં આ જંતુનાશક ક્યાંથી પહોંચી ગયાં? કરચલા, સીલ, હેલ, પેંગ્વિન જેવાં પક્ષીનાં શરીરમાં એ કેવી રીતે પહોંચી ગયા? દૂધ, ઈંડા, માખણ, માંસ, માછલીમાં એ કેમ કરીને પહોંચી ગયાં ? આ બધા સવાલોના જવાબો શોધ્યા છે અમેરિકાના બે માનવતાવાદી વૈજ્ઞાનિકોએ એમાંના એકનું નામ છે ડેવિડ પાઈમેટલ અને બીજાનું નામ છે કાલાઈવ એડવાડર્સ. વિશ્વવિખ્યાત “બાયોસાયન્સ' સામયિકમાં આમાંનો એક શોધનિબંધ છપાયેલો હતો. એમાં બતાવવામાં આવ્યું છે કે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે જે હેતુ માટે છંટકાવ થાય છે તેમાં એક ટકો જ કામ આપે છે. ૯૯ Page #76 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ટકા તો પ્રદૂષણરૂપે ફેલાઈ જાય છે ને બીજે બીજી બીજી અસર કરે છે. આ વૈજ્ઞાનિકોની આ શોધ જંતુનાશક દવાઓ વિશે જે માયાજાળ ફેલાવવામાં આવી છે તેને ખુલ્લી કરે છે. અને સાબિત કરે છે કે આ કહેવાતી જંતુનાશક દવા ખરેખર તો ૯૯ ટકા પ્રત્યક્ષ કે પરોક્ષપણે માનવનાશક જ છે. પાર્ટમેંટલ અને એડવાડના કહેવા પ્રમાણે જંતુનાશકનાં પ્રદૂષક તત્ત્વો ખાદ્ય વસ્તુઓમાં ગળી જઈને આનુવંશિક વિવિધતા (જીનેટિક ટાઈવર્સિટી)નો નાશ કરે છે. જીવોના પ્રાકૃતિક ગુણ ધર્મોમાં વિકૃતિ પેદા કરે છે. એટલું જ નહિ આપણા મિત્ર અને શત્રુ બંને પ્રકારના કીટકો પર સમાનરૂપે અસર કરે છે. એના છંટકાવથી શરૂઆતમાં તો કીટકોનો નાશ થાય છે, પણ પછીથી હાનિકારક કીટકોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. એકવાર દવાની અસર સહન કર્યા પછી કીટકો વધુ નુકસાનકારક બની જાય છે. એક વાર ખાદ્ય વસ્તુઓમાં પ્રવેશ કર્યા પછી આ જંતુનાશકો માણસને પણ ઝપટમાં લઈ જ લે છે. તેલીબિયાં, અનાજ, શાકભાજી, ફળફળાદિ, દારૂ, દૂધ, માંસ, માછલી ને ઇંડાં વગેરેના માધ્યમથી એ મોટા માણસને અસર કરે છે. શાકાહારી કરતાં માંસાહારી ભોજનમાં એનું પ્રમાણ ૧૦ થી ૨૪ ટકા વધારે છે. ઓર્ગેનોક્લોરિન નામની જંતુનાશક દવા શરીરમાં પ્રવેશીને ચરબીમાં જમા થાય છે. ૧૦-૧૫ વરસ સુધી પણ એની અસર વર્તાવા માંડે છે. દમ, હૃદયરોગ, જીવ ગુંગળાવો, ઊલટી થવી, દુઃખવું, શરીર કાળું પડી જવું કે ફિક્કુ થઈ જવું, ધૂનીપણું, ગાંડપણ, વાંઝિયાપણું, ગભરાટ થવો, શરીરની ગરમી વધી જવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આંધળાપણું, ઉત્તેજના, આંખ પહોળી થઈ જવી વગેરે લક્ષણો દેખા દે છે. આ રસાયણ માનવસંતતિ પણ બદલી શકે અને ગર્ભમાંના બાળકને વિકલાંગ પણ બનાવી શકે. જંતુનાશક દવાનો છંટકાવ કરનાર મજૂરને, ખેડૂતને કે સરકારી કર્મચારીને જ અસર કરે તેવું નથી, જીવમાત્રને અસર કરે છે. કુદરતની આખી જૈવિક પ્રક્રિયાને જ છિન્નભિન્ન કરી નાખે એ રીતે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. વિકાસના પંથ પર ચાલતી વિનાશની આ આંધળી દોટમાં આપણે એવી ગતિ પકડી લીધી છે કે આપણી ધરતી જ આપણા પગ તળેથી ખસતી જાય છે. જે કૃષિ-જગત આખી માનવજાતને જિવાડે છે એની ઉપર જ આપણે આ ઝેરનો છંટકાવ કરી રહ્યા છીએ. વિચારવાનું એ છે કે માણસ છેલ્લાં ૧૦,૦૦૦ વરસથી ખેતી કરતો આવ્યો Page #77 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ છે, તો અત્યારે આ દવાઓની જરૂર કેમ પડી? નવાઈની વાત તો એ છે કે પૃથ્વી પર જીવનારા બધા જીવોમાં ૭૫ ટકા જીવો તો કીટકવર્ગમાં આવે છે. તેમ છતાં અત્યાર સુધી બધા પ્રકારના પાકો સુરક્ષિત જ હતા. આપણા પૂર્વજો દવા છાંટ્યા વિના બધા જ પાકો લેતા હતા. પાકની સેંકડો, હજારો જાતો હતી. છતાં એને વાંધો નહોતો. કેમકે એ પાકના બીના ‘જીન'માં કીટકોનો પ્રતિકાર કરવાની અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની ગજબની તાકાત હતી. ૧૯૬૦માં વિકસિત દેશોએ “હરિયાળી ક્રાંતિ'નું એક હૂંઠું પકડાવી દીધું આપણને. પછી તો જોતજોતામાં આપણા નેતાઓ, આયોજનકારો, વૈજ્ઞાનિકો આ “હરિયાળી ક્રાંતિ'નો જાપ જપવા લાગ્યા. પછી જે થવાનું હતું તે થયું જ. સોથી પહેલી અસર આપણાં દેશી બી પર થઈ. દેશી બીમાં અનેક ગુણો હતા. અમાપ શક્તિ હતી. આમાં ભેળસેળ કરી સંકર જાતો તૈયાર કરવામાં આવી. આ સંકર જાતોમાં વધુ ઊર્જા (રાસાયણિક ખાતરના રૂપમાં) પીવાના ગુણની સાથેસાથ જીવજંતુઓ, રોગો અને હવામાન સામે લડવાની તાકાત નો'તી. દેશી બીમાં હતી. પણ દેશી બી ધીમે ધીમે અદૃશ્ય થતાં ગયાં, ડાયનોસોરની જેમ. તેની જગ્યાએ સંકર બીના પાકની સાચવણી માટે રાસાયણિક ખાતરો આવ્યાં ને રાસાયણિક ખાતરોની સાથોસાથ જંતુનાશક દવાઓ આવી. અને એની પાછળ પાછળ એને બનાવનારી વિદેશી કંપનીઓ આવી. આપણી જૂની જે પદ્ધતિ હતી, જે બી હતાં, જે પાકચક્ર હતું, તે પર ફરી જઈ શકાય તેવું હવે રહ્યું નથી. એવી રીતે આપણા આ કૃષિ અર્થતંત્રને બહુરાષ્ટ્રીય કંપનીઓના ફાંસલામાંથી છોડાવવું એ યે લોઢાના ચણા ચાવવા કરતાં અઘરું છે. ત્રીજી દુનિયાના દેશો માટે વધુ આઘાતજનક સમાચાર એ છે કે એનું ત્રીજા ભાગનું જનનદ્રવ્ય (બી રજ) બહુરાષ્ટ્રીય કંપનીઓના કબજામાં પહોંચી ગયું છે. એની પાછળ એક કાવતરું છે. ત્રીજી દુનિયાનું તમામ બી કબજામાં લઈ લેવામાં આવે તો તમામ સત્તા બહુરાષ્ટ્રીય નિગમોના હાથમાં આવી જાય. આખરે આ સંસાર બીના રજમાંથી ચાલે છે. બહુરાષ્ટ્રીય નિગમો દ્વારા લાદવામાં આવેલી ગુલામીનું આ વરવું સ્વરૂપ છે. આપણે જીવતા રહેશું તો પણ એમની મહેરબાનીથી. નહિતર ‘ભોપાલ'તો છે જ. અહીં એ કહેવાની જરૂર નથી કે આ બહુરાષ્ટ્રીય કંપનીઓ ત્રીજી દુનિયાના Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૮ બાર પ્રકારની હિંસાઓ લોકોને ‘ગિની પીગ'માનીને, જીવાણુ અને રાસાયણિક યુદ્ધની શક્યતાના પ્રયોગો એમની ઉપર કર્યા કરે છે. ભોપાલ હત્યાકાંડ વખતે નિષ્ણાતોએ સદૃષ્ટાંત આવા આક્ષેપો કર્યા જ હતા. જો આપણે વિકસિત દેશોએ અપનાવેલ આ યૂહરચનાને નિષ્ફળ બનાવી શકીએ તો આપણા દેશબાંધવોએ ભોપાલમાં આપેલો ભોગ એળે નહિ જાય. આ માટે ક્રાંતિની જરૂર છે. એવી ક્રાંતિ જેને કારણે આપણા દેશ પર ને આપણા પર આપણો જ કાબૂ હોય. બીજાનો નહિ. આપણે “ગિની પગની જેમ નહિ, એક મુક્ત માનવીની જેમ ઉન્નત મસ્તકે જીવીએ. આ ક્રાંતિની આગેવાની સત્તાલોલુપ નેતાઓએ નહિ, લોકોએ લેવી પડશે. મુંબઈની બે હોસ્પિટલો માનવ-અંગોનો ધીકતો વેપાર કરે છે. - સમકાલીન, તા.૨૦-૧૧-૮૬ કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ ખાતાના પ્રધાન પી.વી. નરસિંહ રાવે આજે રાજ્યસભાને જણાવ્યું હતું કે મુંબઈની ઓછામાં ઓછી બે હૉસ્પિટલો જીવંત માનવઅંગોના વેપારમાં સંડોવાયેલી હોવાનું મહારાષ્ટ્ર સરકારે પુરવાર કર્યું છે. જોકે રાજ્ય સરકારે આ બે હોસ્પિટલોનાં નામ આપ્યાં નથી, એમ શ્રી રાવે કહ્યું હતું. શ્રી રાવે કહ્યું હતું કે આ વર્ષે જુલાઈમાં આવાં અંગોના વેપાર વિશે પ્રાથમિક અહેવાલો મળ્યા હતા તેથી કેન્દ્ર આ બાબતે રાજ્ય સરકારને લખ્યું હતું. રાજ્ય સરકારે વળતામાં હૉસ્પિટલોનો સંપર્ક સાધ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્ય સરકારની પૂછપરછનો જવાબ મુંબઈની માત્ર જસલોક હૉસ્પિટલે જ આપ્યો છે. કડક કાયદા નહીં થાય તો એક માનવીનું અંગ બીજા માનવીના શરીરમાં રોપવાની પ્રવૃત્તિ વેપાર બની જશે. – જગદીશ ભટ્ટ આફ્રિકાના પિટ્સબર્ગ શહેરના સાત વરસના રોની ડેસિલર્સ નામના એક છોકરાના શરીરમાં ત્રણ લિવર (યકૃત) રોપવામાં આવ્યાં હતાં અને તે જીવી ગયો હતો. રોનીના આ કિસ્સાએ આખા અમેરિકાનું ધ્યાન ખેંચ્યું હતું. નાનકડા રોનીની જિંદગી બચાવવા માટે તે વખતના અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રેગને પણ એક Page #79 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૭૯ હજાર ડૉલરનું દાન આપ્યું હતું. આ બનાવ ૧૯૮૭માં બન્યો હતો. ૧૯૮૬ના સપ્ટેમ્બર મહિનામાં બ્રિટનમાં ડૉ. યાકુબે લંડન ખાતે દર્દીઓના શરીરમાં બે ફેફસાં ઓપરેશન કરીને રોપ્યાં હતાં. આ જ ડૉ. યાકુબે એક વખત એક દર્દીના શરીરમાં ફેફસાંની સાથે હૃદયનું પણ રોપણ કર્યું હતું. આ ત્રણ દર્દીઓમાં એક મહિલા, એક પુરુષ અને એક નાનકડા છોકરાનો સમાવેશ થતો હતો. ૧૯૮૭માં ડૉ. રિચાર્ડ, સુસાન લાઝાર્ચિક નામની એક ગૃહિણીના ઘૂંટણમાં ૧૮ વરસની ઉંમરના એક યુવાનનું હાડકું ખૂબ જ આશ્ચર્યકારક રીતે અને સફળતાપૂર્વક ગોઠવી દીધું હતું. માણસના શરીરનો કોઈ ભાગ બીજા કોઈ માણસના શરીરમાં રોપી શકાય છે અને આ વાતનું હવે વિજ્ઞાનીઓને કે લોકોને જરાય આશ્ચર્ય નથી રહ્યું, પરંતુ લંડનના ડૉ. મિચેલ બેવિકે હજી ગયા વરસે જ પૂરા વિશ્વાસ સાથે કહ્યું હતું કે માનવીના શરીરમાં હવે ભૂંડ (ડુક્કર)નું હૃદય અને કિડની (મૂત્રપિંડ) રોપી શકાશે, તે દિવસો બહુ દૂર નથી. આવાં સફળ ઓપરેશનને કારણે હજારો લોકોના જીવ બચાવી શકાશે. ઉપરનાં તમામ ઉદાહરણો આપણને જણાવે છે કે વિજ્ઞાન કેટલી હદે આગળ વધ્યું છે અને તે શું શું કરી શકે છે. વિજ્ઞાનીઓએ કુદરત ઉપર વિજય મેળવવાના પ્રયાસો અને પ્રયોગો જોશભેર આદરી દીધા છે અને ઘણા અંશે તેને તેમાં સફળતા મળી છે. ફક્ત એક જ બાબતમાં વિજ્ઞાન અને વિજ્ઞાનીઓ હાથ ઘસતા રહી જાય છે અને તે એ કે માનવીના શરીરમાંથી જ્યારે પ્રાણતત્ત્વ જતું રહે છે ત્યારે તેનું મૃત્યુ થાય છે, તે પ્રાણતત્ત્વનો આકાર, રંગ કે તે કેવું છે તે વિજ્ઞાનીઓ પકડી શકતા નથી. મરણપથારીએ પડેલા માનવીના શરીરમાંથી કોઈ ઘડીએ બહાર નીકળી જતા આ પ્રાણતત્ત્વ વિશે જાણકારી મેળવવા દુનિયાભરના વિજ્ઞાનીઓએ અથાગ પ્રયાસો કર્યા છે, પરંતુ તેમાં તેઓને પૂરતી સફળતા મળી નથી. વિજ્ઞાને શબ્દોમાં ન વર્ણવી શકાય તેટલી હદે પ્રગતિ કરી છે, પરંતુ તે જેમ આશીર્વાદરૂપ બને છે તેમ અભિશાપરૂપ પણ બની શકે છે. એક માનવીના શરીરનાં અંગઉપાંગો બીજા કોઈ માનવીના શરીરમાં રોપી શકાય છે તે વાત શરૂઆતમાં ઘણા દર્દીઓ માટે કે માનવજાત માટે આશીર્વાદરૂપ બની હતી, પરંતુ માનવીની બુદ્ધિ જ્યારે વેપારી સ્વરૂપ ધારણ કરે છે ત્યારે કોઈ પણ સારી વાતનું નિકંદન નીકળી જાય છે. અખબારોના પાને આપણે અવારનવાર એવા અહેવાલો વાંચીએ છીએ કે અમુક Page #80 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ હૉસ્પિટલમાં દર્દીના શરીરમાંથી તેને ખબર ન પડે તે રીતે તેની કિડની કાઢી લેવામાં આવી અથવા તો કોઈ મજૂરને તેના શરીરની તપાસ કરાવવાના બહાને કોઈ હરામખોર માણસે તેના શરીરની અંદરથી કોઈ ડૉકટર સાથે મળી જઈને કિડની કઢાવી નાખી અને તે કિડની કોઈ પૈસાદાર આરબને હજારો રૂપિયામાં વેચી નાંખી. આજે માણસનાં અંગોનો રીતસર વેપાર થાય છે. પૈસાદાર લોકો ગરીબના શરીરને રીતસર ખરીદે છે. ગરીબી જાણે કે ગુનો છે, વાંક છે. વિજ્ઞાનની જે સફળતા માનવજાત માટે આશીર્વાદરૂપ હતી તે આજે અભિશાપરૂપ બની ગઈ છે. માનવીનાં અંગોનો આવો વેપાર ન થાય અથવા કોઈ પણ માણસની મરજી વિરુદ્ધ તેના શરીરનું કોઈ પણ અંગ કાઢી ન શકાય તે માટે કડક અને સજારૂપ કાયદા હોવા જોઈએ. આવા કાયદા કરવાની આજે જોરદાર માગણી થઈ રહી છે. ઉપરાંત માનવીના મૃત્યુની વ્યાખ્યા બદલવાની પણ માગણી થઈ રહી છે. માનવીનું મૃત્યુ કુદરતી રીતે જ થયું છે કે અકુદરતી રીતે થયું છે તે સંપૂર્ણ ચોકસાઈ સાથે નક્કી કરવું જોઈએ તેવી દુનિયાભરના જાગૃત નાગરિકોએ માગણી કરી છે. આ બાબતમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ તથા અમેરિકામાં ઘણા કાયદા બન્યા છે. હવે તો ભારતમાં પણ આ બાબતમાં કડક કાયદા બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મુકાઈ રહ્યો છે. આવા કાયદાની જરૂરિયાત ઉપર એટલા માટે ભાર મુકાઈ રહ્યો છે કે આજકાલ એક માનવીના અંગોને બીજા માનવીના શરીરમાં રોપવાનું કામ બહુ સામાન્ય થઈ પડ્યું છે અને તે દ્વારા ગરીબ લોકોને ભારે શોષણ થઈ રહ્યું છે. આવા શારીરિક શોષણને કારણે સંબંધિત વ્યક્તિ ઘણી વાર મૃત્યુ પણ પામે છે. આવો વેપાર માનવજાતનું નિકંદન કાઢી નાખશે. દુનિયાના ઘણા દેશોની હોસ્પિટલોમાં આજે માનવીનાં અંગોનો રીતસર વેપાર થાય છે. આવો વેપાર કરતી ટોળકીઓ હોસ્પિટલના ડૉક્ટરો સાથે અંદરખાને મળી ગઈ હોય છે. જેમ લોહી આપવાનો અને લેવાનો વેપાર છડેચોક થાય છે તેમ હવે માનવીનાં અંગોનો પણ વેપાર થાય છે. જ્યારે પણ કોઈ માનવીના શરીરમાંથી તેનું કોઈ પણ અંગ કાઢવામાં આવે ત્યારે સૌથી પહેલા તો તે માણસની સંમતિ લેવાવી જોઈએ. વળી, આવી સંમતિ તેણે સ્વૈચ્છિક રીતે આપી હોવી જોઈએ, કોઈ જાતના ભયથી કે પરિસ્થિતિને વશ થઈને નહીં. ઉપરાંત અંગનું દાન, અંગ આપનાર વ્યક્તિના, લેનાર વ્યક્તિના તથા તબીબી વ્યવસાયના સંપૂર્ણ હિતમાં હોવું જોઈએ. Page #81 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ માનવીના શરીરમાં કેટલાંક અંગ એવાં છે જેનું દાન જીવતાં થઈ શકે છે, જ્યારે કેટલાંક અંગ એવાં છે જેનું દાન માનવી પોતાના મૃત્યુ પછી કરી શકે છે. આંખ, કાન અને કિડનીનું દાન માનવી જીવતાં કરી શકે છે, જ્યારે હૃદયનું દાન મૃત્યુ પછી કરી શકાય છે. આ સમગ્ર બાબત આમ તો અટપટી છે, અને તેમાં દાન આપનાર, લેનાર અને તબીબી વ્યવસાય સંકળાયેલા હોય છે. જો કે આ બાબતમાં હજી આપણા દેશમાં કેન્દ્ર સરકારે કોઈ કાયદા નથી કર્યા, પણ આ બાબતમાં સક્રિય વિચારણા થઈ રહી છે. આ બાબતમાં ઑથોરિટી ફોર ધ યુઝ ફોર થેરાપ્યુટિક પરપઝ હેઠળ આયઝ એકટ ૧૯૮૨ તથા ઈયર ડ્રમ ઍન્ડ ઈયર બોમ્સ એકટ, ૧૯૮૨નો સંદર્ભ આપી શકાય છે. જે કોઈ વ્યક્તિ પોતાનાં આંખ-કાનનું દાન આપવા માગતી હોય તેને તથા દાન લેનાર વ્યક્તિને આ કાયદાઓ લાગુ પડે છે. ૧૯૫૭માં તે વખતના મુંબઈ રાજ્ય ધ બોમ્બે કૉર્નિયલ ગ્રાફટિંગ એક્ટ કર્યો હતો અને તે કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ આંખનું દાન કરી શકતી હતી. ત્યારબાદ આ કાયદાને કેન્દ્ર સરકારે ૧૯૬૪ સુધી લંબાવ્યો હતો, પરંતુ પછીથી આ કાયદાની જગ્યાએ બીજો કાયદો લાવવામાં આવ્યો હતો. ઉપરના બંને કાયદાઓમાં અંગોનું દાન દેનાર, લેનાર તથા સંબંધિત ડૉક્ટરનું સંપૂર્ણ રક્ષણ થતું હતું. હવે આ તમામ બાબતોમાં સૌથી મહત્ત્વની વાત અંગનું દાન આપનાર વ્યક્તિની સંમતિની છે. આવી સંમતિ સંપૂર્ણ સ્વૈચ્છિક અને પૂરેપૂરી માનસિક જાગૃતિ સાથે હોવી જોઈએ. વળી, સંબંધિત દાની ઉંમરથી અને સમજણથી પૂરેપૂરો પાકટ હોવો જોઈએ. બીજી એક ખાસ અને મહત્ત્વની વાત એ છે કે એક વખત પોતાના અંગનું દાન આપવાની ઓફર કરનારી વ્યક્તિ કદાચ પછીથી કોઈ પણ કારણસર પોતાની ઓફર પાછી ખેંચી લે અથવા તો અંગનું દાન આપવાની પછીથી ના પાડે તો તે વ્યક્તિને અંગના દાનની ફરજ ન પાડી શકાય, તેનું પરાણે પરેશન કરીને તેના શરીરમાંથી કોઈ અંગ કાઢી ન શકાય. માણસનું શરીર તેનું સ્વાંગ છે, તેનું પોતાનું છે, તેના ઉપર તેનો એકલાનો જ અધિકાર છે, તેની મરજી વિરુદ્ધ તેના શરીર સાથે કોઈ જાતની ખતરનાક રમત ન રમી શકાય. ૧૯૭૮માં મેકફોલ નામના એક અમેરિકનના કેસમાં કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે મેક્ફોલ ઉપર જો તેના શરીરના અંગનું દાન કરવામાં દબાણ કરવામાં આવશે કે તેની મરજી વિરુદ્ધ તેના અંગો લેવામાં આવશે તો તે વ્યક્તિના સ્વાતંત્ર્ય ઉપર એક મોટી તરાપ હશે. માનવીના શરીર સાથે તેની મરજી વિરુદ્ધ બળજબરી ન કરી શકાય. આ બાબતમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ કોઈ જગ્યાએ રેખા દોરવી જ પડશે, અમુક કડક નિયંત્રણો મૂકવાં જ પડશે. ઘણા માનવીઓ પોતાના જીવતાં જ પોતાના શરીરનું તબીબી સંશોધન ખાતર દાન કરી દે છે તો કેટલાક લોકો આંખનું કે કિડનીનું દાન કરે છે. આજે રક્તદાનનો મહિમા પણ ચોતરફ જોવા મળે છે, પરંતુ તેનાં ભયસ્થાનોની બહુ ઓછા લોકોને ખબર હોય છે. ઘણા ગરીબો પોતાના જીવનનિર્વાહ માટે પોતાનું લોહી રીતસર વેચે છે. આમાંના બધા જ રક્તદાતાઓ કાંઈ સેવાધારી નથી હોતા કે બધા જ કાંઈ એકદમ તંદુરસ્ત નથી હોતા. ઘણા રક્તદાતાઓ રોગિષ્ઠ પણ હોય છે. આવા લોકોનું લોહી બીજી વ્યક્તિના શરીરમાં જ્યારે પ્રવેશે છે ત્યારે પેલા રોગિષ્ઠ રક્તદાતાનાં રોગિષ્ઠ જંતુઓ લોહી લેનારી વ્યક્તિઓનાં શરીરમાં પ્રવેશે છે. કેટલાક લોકો માનસિક બીમારીથી પીડાતા હોય છે, કેટલાક અતિશય ક્રોધી, શરાબી અને અનેક પ્રકારના વ્યસનના આદી પણ હોય છે. આ બધાનું લોહી જ્યારે બીજી વ્યક્તિના શરીરમાં દાનરૂપે પ્રવેશે છે ત્યારે ઉપરનાં તમામ લક્ષણો પણ ધીમે ધીમે લોહી લેનારી વ્યક્તિના શરીરમાં દેખાવા માંડે છે. આ તો થઈ રક્તદાનની વાત અને તેનાં ભયસ્થાન, પણ કેટલીક વખત માનવીના શરીરનાં અંગોને બીજી વ્યક્તિઓના શરીરમાં રોપવામાં પણ કેટલાંક ભયસ્થાનો હોય છે. જાણવા જેવી એક બીજી વાત મૃત્યુ પામેલી વ્યક્તિના શરીરમાંથી પણ કેટલાંક અંગોને કાઢીને બીજી વ્યક્તિના શરીરમાં રોપી શકાય છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તે પછી ચોક્કસ સમય સુધી તેના શરીરમાં ચેતના હોય છે, એટલે કે શરીરના અંગોનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ મૃત્યુ પામેલી વ્યક્તિનાં કાયદેસરનાં સગાંઓની સંમતિથી તેનાં અંગો લઈ શકાય છે. જેવી રીતે જુદા જુદા પ્રકારનું લોહી મેળવવા માટે બ્લડબેંક હોય છે તેમ આજે તો પરદેશમાં આય બેંક, ઈયર બેંક વગેરે અંગોની બેંક હોય છે. અહીં એક ચોંકાવનારા કિસ્સાની વાત કરીએ; વિલિયમ્સ હોફમેન નામના એક પતિએ થોડાં વર્ષ પહેલાં એવો આક્ષેપ કર્યો હતો કે મારી પત્ની મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવી ત્યાર પછી સતત વીસ કલાક સુધી જીવતી રહી હતી. આનો અર્થ એવો થયો કે વિલિયમ્સની પત્ની મૃત્યુ પામી છે તેવી ખોટી જાહેરાત કરવામાં આવી હતી. વિલિયમ્સ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આવી ખોટી જાહેરાત ડૉક્ટરોએ એટલા માટે કરી હતી કે તેઓ મારી પત્નીના સજીવન શરીરમાંથી કેટલાંક Page #83 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ અંગો કાઢી લેવા માગતા હતા. ડૉક્ટરોની એક આખી ગેંગ આવી રમત રમીને માનવીનાં અંગોનો રીતસર વેપાર કરે છે. આનો અર્થ તો એવો પણ કરી શકાય કે જેમ હાથી જીવતો લાખનો અને મરેલો સવા લાખનો કહેવાય છે તે કહેવત હવે માનવીના શરીરને પણ લાગુ પાડી શકાય. માણસ જીવતો ચાંદીનો અને મરેલો સોનાનો. હવે નજીકના ભવિષ્યમાં આપણે એવું પણ સાંભળીશું કે મૃત્યુ પામેલા માનવીના શરીરની કિંમત જીવતા માણસના શરીર કરતાં અનેકગણી વધુ છે. આવી પરિસ્થિતિ ન ઊભી થાય તે માટે સરકારે અતિ કડક કાયદા બનાવવા જરૂરી છે. માનવીના શરીરનાં અંગોનો સેવાના કામમાં અને બીજા માનવીના જીવનને નવું જીવન આપવામાં થાય તે વધુ મહત્ત્વનું છે. હજી કાંઈ મોડું નથી થયું, જાગ્યા ત્યારથી સવાર ગણીને ભારત સરકારે માનવીના શરીરનાં અંગોનો વેપાર અટકાવવો જોઈએ, કડક કાયદા બનાવવા જોઈએ. તો જ વિજ્ઞાન આશીર્વાદરૂપ ગણાશે. શું આ સત્ય હશે? ભારતમાં જીવતાં બાળકો કાપી તેમનાં અંગોની વિદેશમાં નિકાસ થાય છે? ભૂખમરાને લીધે મા-બાપો બાળકોને વેચી દે છે : હવે બાળકો માટેનું કતલખાનું? - બિહારની રાજધાની પટના અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં માસૂમ બાળકોને શાક સુધારતા હોય તેમ કાપી તેના હાથ, પગ, માથાને અલગ અલગ કરી વિદેશમાં હજારો રૂપિયાના બદલામાં તેની નિકાસ કરાય છે. હૈયું હચમચી ઊઠે તેવો આ અહેવાલ ઈંગ્લેન્ડના “સન્ડે સ્પોર્ટ' નામના અખબારે છાપ્યો છે. એનાથી દેશભરમાં અરેરાટી મચી ગઈ છે. આ અખબારે છ ઓગસ્ટ ૧૯૮૯ના અંકમાં “હે પ્રભુ! એ અમારાં બાળકોની હત્યા કરી રહ્યો છે.” (ઓહ ગોડ, હી ઈઝ કિલિંગ અવર ચિલ્ડ્રન) શીર્ષક હેઠળ એક ખાસ અહેવાલ છાપ્યો છે. સાથે બે તસવીરો પણ છે. જેમાં એકમાં એક માણસના રૂપમાં શેતાન વાંકો વળી મોટા છૂરા વડે એક જીવતા બાળકની ગરદન કાપી રહ્યો છે, અને બીજી તસવીરમાં ગરદન કપાયા પછી બાળકનું શબ દેખાડાય છે. અખબારમાં સ્પષ્ટ લખ્યું છે કે ભારતમાં જીવતાં બાળકો આ રીતે તેની લાશો જાપાનમાં વૈદકીય સંશોધન તેમજ તાલીમાર્થી ડોક્ટરોને શીખવવા નિકાસ કરાય Page #84 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ છે. ભારતમાં આવા કપાયેલા બાળકનું માથું રૂ. ૧૩,૦૦૦નું નંગ મળે છે. જ્યારે બે પગની એક જોડી રૂ.૨,૬૦૦માં મળે છે. આખી લાશ રૂ.૨૧,૪૫૦માં મળે છે. વળી જાપાનના ટોકિયો શહેરના ડૉ. શુઈ ચિરો પણ આ વાતને સમર્થન આપે છે. ટોકિયોના પ્રાકૃતિક વિજ્ઞાન સંગ્રહાલયના ડૉ. શુઈચિરો નાસતાકી કહે છે કે જ્યારે આ રીતે ભારતમાં બાળકોને કપાતાં મેં જોયાં ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો હતો. અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે બાળકોના વાલીઓ જ ઘણા કિસ્સાઓમાં સામેથી બાળકોને વેચી દે છે. વેચતી વખતે તેમને ખબર હોય છે કે તેમના બાળકની કતલ થવાની છે છતાં ગરીબી અને ભૂખમરાને કારણે પોતાને પણ પૂરું બે ટંક ખાવા મળતું નથી ત્યાં આ તાજા જન્મેલા બાળકનું પેટ કયાંથી ભરવું એમ માનીને વેચી દે છે. ત્યારબાદ કતલખાનામાં જેમ પશુઓ કપાય છે, તે જ રીતે એકસામટા જીવતા જાગતાં બાળકોને માનવ-દેહધારી રાક્ષસો છરાથી વેતરી નાંખે છે. પછી તેની ખોપરી, હાડકાં વગેરેની નિકાસ કરાય છે....!! આ છે આધ્યાત્મિક ભારતની વાત...!! દર મહિને આ રીતે પંદરસો માસૂમ ભૂલકાંઓ કે જેમાં કેટલાંક તાજાં જન્મેલાં હોય છે તેની હત્યા કરવામાં આવે છે અને વર્ષે લાખોની સંખ્યામાં આ રીતે બાળકોની કતલ થાય છે. મુંબઈના શિવસેનાના યુવા નેતાને આ અહેવાલની નકલ મળતાં તેને બ્રિટનના વડાપ્રધાન માર્ગારેટ થેચરને પત્ર લખી આ અંગે પૂરેપૂરી હકીકત બહાર લાવવા વિનંતી કરી છે. આ અખબારમાં એવી ચોંકવનારી વાત કહેવાય છે કે પહેલાં તો રડ્યાખડ્યાં બાળકોની હત્યા થતી, પણ હવે તો બાળકોને કાપવાનું કતલખાનું ખૂલ્યું છે. જ્યાં બાળકોની સામૂહિક ઘાતકી રીતે હત્યા કરી તેનાં અંગોની નિકાસ કરાય છે. ગાયોની કતલ, કૃત્રિમ અછત અને માનવીય મૂલ્યો – બટુક દેસાઈ દૂધનો ભાવ ટકાવી રાખવા અમેરિકા ૧૦ લાખ ગાયોને રહેંસી નાખશે. તેને રહેંસી નાખતાં પહેલાં તેના મોં પર ધગધગતા ડામ દેશે. રેમ્બોને દૂધના ઉત્પાદનમાં ૭ ટકાનો ઘટાડો કરવો છે. લોકોની જરૂરિયાત કરતાં દૂધનું ઉત્પાદન વધુ છે એવું Page #85 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૮૫ નથી, પણ લોકોની ખરીદશક્તિના પ્રમાણમાં વધુ છે. પરિણામે ભાવમા ઘટાડો થાય અને નફો ઓછો થાય. અમેરિકામાં ઘઉંના ભાવ ટકાવી રાખવા માટે ઘઉંનું વાવેતર કરે તો ખેડૂતને જેટલી આવક થાય તેના કરતાં વધુ વળતર રાજ્ય તરફથી ઘઉંનું વાવેતર ન કરવા માટે આપવામા આવે છે. નફો જાળવવા માટે કૃત્રિમ અછત પેદા કરી ભાવ ઊંચા રાખવાનો આ નુસખો છે. વીસમી સદીના ચોથા દશકામાં બ્રાઝિલે આ માટે લાખો કોથળા કૉફી સમુદ્રમાં ફેંકી દીધી હતી અને બ્રિટને લાખો ટન સફરજનને દરિયાના પેટાળમાં પધરાવી દીધાં હતાં. માનવીની જરૂરિયાત કરતાં નફાને વધુ પ્રાધાન્ય આપતા સમાજ માટે આ એક સાધારણ પ્રક્રિયા છે. અમેરિકામાં મૂગાં પ્રાણીઓના હક્કનું રક્ષણ કરતી સંસ્થાઓ આ ક્રૂરતા સામે વિરોધ કરી રહી છે. પણ આ વિરોધ ગાયની કતલ વિરુદ્ધ નથી, આ વિરોધ નફાની જાળવણી માટે દૂધના ઉત્પાદન-ઘટાડા સામે નથી, પણ ગાયોને દેવાનારા ડામ વિરુદ્ધ છે. નફાને આરાધ્યદેવ ગણતા સમાજમાં કતલ એ પાપ નથી. અમેરિકામાં પણ બેરોજગારી છે, ઝૂંપડપટ્ટીઓ છે, ગરીબો છે, દૂધ માટે ટળવળતાં બાળકો છે. બેકારી ભથ્થામાંથી દૂધ, માખણ, ચીઝ અને પનીર ખરીદી શકાતું નથી, ત્યારે દૂધ-ઉત્પાદનમાં ૭ ટકાનો કાપ મૂકવા ૧૦ લાખ ગાયોને કતલ કરવા પાછળ કયો તર્ક કામ કરતો હશે ? મુક્ત બજા૨ના ધ્વજધારી દેશમાં મુક્ત હરીફાઈને મર્યાદિત પ્રમાણમાં જ સ્થાન છે. એ હરીફાઈ ભાવઘટાડામાં પરિણમતી હોય તો રાજ્યની દરમિયાનગીરી કરાવીને ઉત્પાદનમાં ઘટાડો કરાવી કૃત્રિમ અછત પેદા કરી નફાનું પ્રમાણ જાળવી રાખવાની પે૨વીઓ થાય છે. તેમને મન મુક્ત બજારનો અર્થ નફો જાળવી રાખવા અને વધારવાની સગવડ આપતી વ્યવસ્થા પૂરતો જ મર્યાદિત છે. તેમાં વિઘ્ન પેદા થાય તો તે ટાળવા રાજ્યના હસ્તક્ષેપને આવકાર્ય ગણે છે. જે હસ્તક્ષેપથી તેમના નફાને હાનિ પહોંચે તેને વાંધાપાત્ર ગણવામાં આવે છે. આ તર્કને સમજવા અમેરિકાની સામાજિક પદ્ધતિ વિશે વિચાર કરવો જોઈએ. ત્યાં ઉત્પાદન માનવીની જરૂરિયાત સંતોષવા માટે કરવામાં આવતું નથી, પણ નફો અને વધુ નફો રળવા માટે કરવામાં આવે છે. ત્યાં ઉત્પાદન બજારમાં નફાકારક ભાવે વેચવા માટે થાય છે. આથી જ થોડાક શ્રીમંતોના શોખ પૂરા કરવા માટે વિવિધ પ્રકારની વસ્તુઓ પેદા કરવામાં આવે છે પણ ગરીબ જરૂરતમંદો માટેની વસ્તુના ઉત્પાદનમાં તેમને રસ નથી, કારણ કે ગરીબોની ખરીદશક્તિ ઘણી ઓછી હોય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૬ બાર પ્રકારની હિંસાઓ અમેરિકાની જાહોજલાલી તેની બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વિકસિત અને વિકાસશીલ દેશોમાંથી ઉસેડી લવાતા ધન પર છે અને આ બહુરાષ્ટ્રીય કંપનીઓનો નફો જોખમમાં મુકાય ત્યારે રાજ્ય સક્રિય દરમિયાનગીરી અને જરૂર જણાય ત્યારે સશસ્ત્ર દરમિયાનગીરી કરતાં પણ અચકાતું નથી. પણ આ પરિસ્થિતિ અનંતકાળ ચાલવાની નથી. લૂંટાતાં રાષ્ટ્રો વહેલાંમોડાં તેનો અંત લાવીને જ જંપશે. અમેરિકી અર્થકારણની પાયાની નબળાઈ આવકની અસમાનતાની ઘે૨ી ખાઈ છે. આવકની અસમાનતા અંતે તો ઉત્પાદિત માલસામાનના વેચાણ માટેના બજારોના ઘટાડામાં જ પરિણમે છે. વૈજ્ઞાનિક અને ટેક્નૉલૉજિકલ ક્રાંતિને કારણે ઔદ્યોગિક વિકાસ માટેની અપાર શક્યતાઓ પેદા થઈ છે પણ આ ઉત્પાદિત માલને ખરીદનારી બહુમતી જનતાની આમદાનીમાં કીડીની ગતિએ વધારો થાય છે. ઉત્પાદન વધારી શકે તેવાં જંગી કારખાનાંઓ હોવા છતાં આ કારખાનાંઓમાં કામ કરવા બેકારોની લાંબી લાઈન હોવા છતાં પણ ઉત્પાદનમાં ઘટાડો કરી કૃત્રિમ અછત ઊભી કરવાનો માર્ગ લેવો પડે એવી ત્યાંની કરુણતા છે. આમજનતાની જીવન નભાવવા માટેની જરૂરિયાતની દૃષ્ટિએ ઉત્પાદિત માલસમાન માટેનાં બજાર અસ્તિત્વ ધરાવે છે પણ ઓછી આવકના કારણે તે ખરીદવાની તેમની શક્તિ નથી. આમ આવકની અસમાન વહેંચણીને કારણે બજારો વિસ્તરવાને બદલે સંકોચાતાં જાય છે. પરિણામે ઉત્પાદનમાં કાપ મૂકવો પડે છે. આને કારણે વધુ લોકો બેકાર બને છે અને તેમની ખરીદશક્તિ ઘટે છે અને બજારો વધુ સંકોચાય છે. આ પ્રક્રિયા આર્થિક મંદીમાં પરિણમે છે. ત્યાંનો સમાજ નિવારી ન શકાય તેવી પ્રક્રિયાના સકંજામાં વારંવાર આવતો રહે છે. વધુ નફો મેળવવા માટે મજૂરોને ઓછું મહેનતાણું કે ઓછો પગાર આપવો જોઈએ. પોતાની પેદાશના વેચાણ માટે લોકોની આમદાની વધુ વધા૨વી જોઈએ જેથી માલ ખરીદવા માટેની બચત તેમની પાસે જમા થાય. આમ કરવું હોય તો વધુ પગાર આપવો જોઈએ પણ એથી તો નફામાં કાપ પડે. આનો ઉકેલ વિદેશોમાં બજારો શોધવાનો છે. આ માટે અન્ય રાષ્ટ્રોને હડસેલી બજાર કબજે કરવાં પડે. આમ કરવા જતાં રાજકીય રીતે સાથીદાર ગણાતાં રાષ્ટ્રો સાથે આર્થિક-વેપા૨ી વિસંવાદ ઊભો થાય. અમેરિકા, તેનાં સાથીદાર પશ્ચિમી રાષ્ટ્રો અને જાપાન આ પ્રકારમાં આંતરિક વિરોધમાંથી પસાર થઈ રહ્યાં છે. બજારોની આ હરીફાઈમાં આ ત્રણે જૂથો એકબીજા ઉપર સરસાઈ મેળવવા ભારે હરીફાઈ કરી રહ્યાં છે. એકબીજા વિરુદ્ધ સંરક્ષણાત્મક Page #87 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૮૭ પગલાંઓ લઈ રહ્યાં છે અને એકબીજાના માલને પોતાના દેશમાં પ્રવેશતો રોકવા પ્રયાસ કરે છે. અમેરિકાની ફરિયાદ છે કે જાપાન અમેરિકી માલની આયાત કરતું નથી અને જાપાનની ફરિયાદ છે કે અમેરિકા સંરક્ષણાત્મક પગલાં દ્વારા તેના માલની આયાતમાં ઘટાડો કરી રહ્યું છે. અમેરિકા પશ્ચિમ યુરોપમાં કંપનીઓ કબજે કરી રહ્યું છે અને પશ્ચિમ યુરોપમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. બ્રિટનની વેસ્ટલૅન્ડ હેલિકોપ્ટર કંપની કબજે કરવા થયેલી કાતિલ હરીફાઈ તેનું તાજું ઉદાહરણ છે. આ નાનકડી કંપની અમેરિકાના હાથમાં આવે તે માટે થયેલા કાવાદાવાને પરિણામે મંગી થેચરની સરકાર હચમચી ગઈ છે. મેગીનું સિંહાસન ડોલવા માંડ્યું છે. આમ ૧૦ લાખ ગાયોની કતલ કરવાનું અમેરિકી પગલું એકલદોકલ બનાવ નથી. પ્રજાની ખરીદશક્તિના ઘટાડાનું એ પ્રતિબિંબ છે. એની અસર માત્ર દૂધખરીદી પૂરતી જ મર્યાદિત રહેવાની નથી. અન્ય માલ-વેચાણ ઉપર પણ તેની અસર પડશે અને નફાની રક્ષા માટે તત્પર રેગન સરકારને વારંવાર દરમિયાનગીરી કરવાની ફરજ પડશે. આપણે પણ આમાંથી સવેળા બોધપાઠ લેવો જોઈશે. આપણા અન્નભંડારો પણ ઊભરાય છે. અન્નનિકાસની સલાહ આપનારાઓ પણ ઓછા નથી. આમ છતાં ભૂખ્યાં જનોની સંખ્યા નાનીસૂની નથી. કૂતરાંની બાજુમાં બેસીને ઉકરડામાંથી એઠવાડ ખાતાં બાળકો રોજિંદું દશ્ય છે અને છતાંય આપણા અન્નભંડારો ફાટફાટ થાય છે. આ અંગે આપણે આજે નહિ વિચારીએ તો ક્યારે વિચારીશું ? માનવીય મૂલ્યોની બાંગ અમેરિકા સૌથી વધુ પોકારે છે. દૂધનો ભાવ ટકાવી રાખવા ૧૦ લાખ ગાયોની કતલ કરવાના નિર્ણયને માનવીય મૂલ્યો સાથે કોઈ સંબંધ હશે ખરો ? યમદૂતો અને જલ્લાદો કરતાં ચઢી જાય એવા આજના કેટલાક ડોક્ટરો! કિરીટ ભટ્ટ : ગુજરાત સમાચાર, તા. ૨૬-૩-૮૮ એક જોક છે. ડૉક્ટર બે ફલ્યુના દર્દીની સારવાર કરતા હતા. એક દરજી હતો અને બીજો લુહાર બંને અંતિમ સ્ટેજ પર હતા. દરજીને થયું, મરવાનું છે તો ભજિયા ખાઈ લઉં. તેણે ભજિયાં ખાધાં એટલે તે તાજોમાજો થઈ ગયો. ડૉક્ટરોએ જાણ્યું એટલે તેણે લુહારને પણ એ નુસખો બતાવ્યો. બીજા દિવસે લુહારની મૈયત નીકળી. ડૉક્ટરે ડાયરીમાં લખ્યું, ફલ્યુમાં દરજી ભજિયાં ખાય તો ઉંમર વધે અને લુહાર Page #88 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ભજિયાં ખાય તો મરી જાય છે. આવા ઠોઠ ડૉક્ટરોએ મેડિકલ પ્રોફેશનની આબરૂ રગડી કાઢી છે. અમદાવાદમાં કન્સ્ટ્રક્શનની સાઈટ પર કામ કરતા એક મજૂરને પગ પર પાવડો વાગ્યો એટલે લોહી નીકળ્યું. બધા અભણ મજૂરો કરે છે એમ તેણે છીંકણી દબાવી એક ગાભો ફાડીને ઘા ઉપર બાંધી દીધો. કામ કરતાં કે પછી ગમે તેમ ઘા પાક્યો. એ ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર કહે, ઘા પાક્યો છે. નાનકડી અમથી સર્જરી કરાવવી પડશે. હાજર રૂપિયા ખર્ચ થશે. પેટે પાટા બાંધી કરેલી બચત અને ભાઈબંધ-દોસ્તો પાસે માગી મજૂરે પૈસાની વ્યવસ્થા કરી. ડોક્ટરે પગની એડીના ભાગ પર ઓપરેશન કરી પાટો બાંધી આપ્યો. સારું થવાના બદલે ઘા વધારે પાક્યો. ફરી પૈસા લઈ ડૉક્ટરે બીજું ઓપરેશન કર્યું. ઘા પાક્યો અને ધનૂર થઈ ગયું. ડૉક્ટરે પૈસા લીધા ઓપરેશન કર્યું. એમાં ને એમાં મજૂરનું ગામમાં ઘર હતું તે વેચાઈ ગયું. બૈરી છોકરાં રસ્તા પર આવી ગયાં. રોજી બંધ થઈ ગઈ. માથે દેવાનો દબાઈ જવાય એટલો બોજ થઈ ગયો. એક પગ પણ ગુમાવ્યો. પેલો મજૂર એક ગ્રાહક મંડળ પાસે ગયો એટલે બદનામી થવાના ડરે ડૉક્ટરે પેલા મજૂરને મહિને દોઢ હજાર રૂપિયાવાળી વોચમેનની નોકરી અપાવી દીધી. ડૉક્ટરનું નામ નહિ લખવાનું એ શરતે આ વાત કહેવાઈ હતી. ઈસ્પિતાલો કતલખાના જેવી બની ગઈ છે. જાહેર સ્વાચ્ય પદ્ધતિઓ સડી ગઈ છે, તબીબો ધીકતો ધંધો કરે છે. અમેરિકા અને બ્રિટનમાં અત્યારે જૂની અને નવી પેઢીના તબીબો વચ્ચે ધડધડી ચાલે છે. નવા તબીબો એઈસના દરદીઓને તપાસવા તૈયાર નથી. તે લોકો કહે છે : “અમને ચેપ લાગી જાય તો ?' પીઢ ડૉક્ટરો કહે છે : ચેપ લાગવાનો ડર હતો તો શા માટે ડૉક્ટર બન્યા હતા? જે ડૉક્ટરો એઈડઝના દર્દીની સારવાર કરવા તૈયાર ના હોય તેમના સર્ટિફિકેટ છીનવી લો.” સરહદે અડીખમ ઊભા રહેતા સૈનિકોને શહીદ થવાનો અને જાનના જોખમે લડવાનો પગાર મળે છે. ડૉક્ટરોને ચેપ લગાડવાનો જ પગાર મળે છે. છાસવારે એકાદ-બે મહિને ડૉક્ટરો હડતાલ પર ઊતરી જાય છે. સરકાર અને ડૉક્ટરો મોડે મોડે કુલડીમાં ગોળ ભાંગી લે છે અને દરદીઓ સેન્ડવીચ થઈને સબડ્યા કરે છે. ડૉક્ટરો વાર-તહેવારે સત્તર જાતનાં એલાયન્સ, પ્રમોશનો અને સવલતો માગે છે. મુંબઈમાં તબીબોએ હડતાલ પાડી ત્યારે તેમણે ૪૦ વર્ષની વયે ૫,૯૦૦ થી ૬,૭૦૦ રૂા. જેટલો પગાર થઈ જાય એવી માંગણી કરી હતી. (આ વાત ૧૦-૧૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૮૯ વર્ષ પહેલાંની છે.) દરેક આંદોલન વખતે દર્દી નામના માણસનો ખો નીકળી જાય છે. હાથીઓ (સરકાર અને તબીબો, લડે કે પ્રેમ કરે) ઘાસનો (પ્રજાનો) ખુડદો બોલી જાય છે. આંકડાઓ કહે છે કે, ભારતના નાગરિકની સરેરાશ આવકમાંથી સરેરાશ ૫૦ ટકા આવક દવા-દારૂ પાછળ ખર્ચાઈ જાય છે. ડૉક્ટરો વગર કારણે સોય ખોસી દે છે અને દર્દીનું ગજવું ઢીલું થઈ જાય છે. એક ગ્રાહકમંડળે સંશોધન કર્યું છે કે, ઈન્ડિયામાં ડૉક્ટરો પાસે એટલું બધું કાળું નાણું છે કે જો બધા ડૉક્ટરો પાંચ વર્ષ ઈમાનદારીથી ટેક્સ ભરે તો રાજીવ ગાંધીએ બરડો ફાટી જાય તેવા જે ટેક્સ નાખ્યા એવા એકેય નવા ટેક્સ નાખવા પડે નહિ. ડૉક્ટરો પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોની મદદથી તબીબો નહિ જેવો ટેક્સ ભરે છે. ૯૯.૯૯ ટકા ડૉક્ટરો સારવારનું બિલ આપતા નથી અને ૯૯.૯૯ ટકા દર્દીઓ બિલ માગતા નથી. દર્દીઓ ડૉક્ટરોને પવિત્ર ગાય જેવા ગણે છે. ડૉક્ટરો પાસે બિલ માગવું એ પેશન્ટોને પાપ કરવા જેવું લાગે છે. ડૉક્ટરો પાસે કેશમેમો મંગાય? મંગાય જ સ્તો. તબીબો કંઈ દેવના દીધેલ નથી. કરિયાણું વેચતા ગાંધી અને કાપડ વેચતા કાપડિયા પાસેથી બિલ મંગાય તો ડૉક્ટરો પાસે શું કામ નહીં? ગ્રાહક સુરક્ષા માટે ઘડાયેલા કાયદાઓ મજબ જ ધંધામાં નાણાંની લેવડ-દેવડ થાય એમાં બિલ કે કેશમેમો જરૂરી હોય છે. ડૉક્ટરોની ૯૦ ટકા આવક બે નંબરમાં હોય છે. બે-પાંચ લાખ રૂપિયાની પાઘડી આપી દવાખાનાની જગ્યા ખરીદતો તબીબ બધો ખર્ચો દર્દી નામની કન્યાની કેડ પર નાખી દે છે. તબીબોનો ધંધો સો ટકા નફાવાળો બિઝનેસ છે. તબીબો કમિશન ખાઈ જે કંપની વધારે ભેટ-સોગાદો આપતી હોય તે કંપનીનાં દવા-ઈંજેક્શનો લખી આપે છે. બ્લડ ટેસ્ટ કરતી લેબોરેટરીઓ, ડ્રગ્સ બનાવતી કંપનીઓ અને તબીબોની સિન્ડીકેટો ચાલે છે. તબીબ પોતાના દવાખાનામાં બરાબર નીચોવી લીધા પછી ભાઈબંધ તબીબના દવાખાનામાં સારી રીતે ચેકિંગ કરાવવા મોકલે છે. એક્સ-રે લેબોરેટરીઓ પોતાને ત્યાં જે ડૉક્ટરો બોકડા (ઘરાક) મોકલતા હોય તેને માટે ૨૦ ટકા કમિશન બાજુ પર રાખે છે. દર્દી સાજો થાય એ પહેલાં તો જે તે લેબોરેટરીઓ બ્લડ ટેસ્ટમાંથી દસ ટકા અને સોનોગ્રાફીમાંથી ૨૦ ટકા કમિશન ડૉક્ટરોના ઘરે પહોંચાડે છે. કોઈ લેબોરેટરીવાળો બિલ આપતો હોય તો હરામ બરાબર છે. આ ટેસ્ટવાળાઓ પણ કાળાબજારિયાઓની પંગતમાં બેસે છે. ગઈ કાલ સુધી પાંચ રૂપિયામાં ટાંકણી ખોસી લોહી તપાસી લેતા લેબોરેટરીવાળા અત્યારે લોહી Page #90 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ચૂસવાના ૫૦થી માંડીને ૫૦૦ રૂપિયા સુધી લે છે. (જો કે હાલ આંક હજારોમાં ગયો છે.) જેવા ઘરાક જેવું ઘરાકના ગજવાનું વજન. જેમ કરિયાણાની દુકાનવાળો દુકાનમાં જગ્યા હોય તો ધંધાના વિકસાથે એક આઈસ્ક્રીમનું ફ્રીજ રાખે એમ અમુક ડૉક્ટરોએ સ્ક્રીનીંગ મશીનો રાખ્યાં છે. દર્દીનાં સારાં કપડાં જોયાં નથી કે ભલામણ કરી નથી. આમ તો બધું બરાબર છે. એક વાર સ્ક્રીનીંગ કરાવો તો બરાબર ખ્યાલ આવી જાય. શેનો ખ્યાલ આવે ડૉક્ટર? દર્દીના ગજવામાં કેટલો મલીદો છે એનો? ગાંધીનગરના એક પ્રાઈવેટ ક્લીનિકનો લેબોરેટરીવાળો માણેકચોકમાં બેઠેલા જેટલું કમાય છે. સોમાંથી નવ્વાણું ડૉક્ટરો નજીકના મેડિકલ સ્ટોરવાળા સાથે સહિયારું ચલાવે છે. જૂના જમાનામાં કહેવત હતી : વૈદ્ય-ગાંધીનું સહિયારું. ગાંધીની દુકાનમાં જે પડીકાંઓ વધી પડ્યા હોય એ દવા મધ સાથે ચાટવાની એમ વૈદ્ય લખી આપે. ધવંતરીના મોડર્ન અવતારો તેમને સારા કહેવડાવે છે. દવાખાનામાં બેઠાં બેઠાં તબીબો જેટલું કમાય એટલું જ તેને મેડિકલ સ્ટોરવાળો કમાવડાવી આપે છે. રિલીફ રોડ પર આવેલા એક પબ્લિક બિલ્ડીંગનો મેડિકલ સ્ટોરવાળો તેની દુકાન સામે ઓફિસ ખોલીને બેઠેલા ત્રણ ડોક્ટરોની દયાથી મહિને ૭૦,૦૦૦ રૂ.નું ટર્નઓવર રમતાં રમતાં કરે છે. ડોક્ટર ૧૦૦ રૂ.ની દવા લખી આપે તો તેમાંથી ૧૦ રૂ. તેના પાક્કી થઈ જાય છે. તબીબો ભલામણ કરે છે ફલાણી દુકાનમાંથી નહિ ઢીંકણી દુકાનમાંથી જ દવા લાવજો. કેમ? એવો સવાલ જે દર્દી કરે તેની સામે કટાણું મોં કરી તબીબ કહે છે : અમે તમારું કંઈ ખરાબ કરીશું? હવે ડૉક્ટરો દર વર્ષે હિસાબ કરાવે છે. મેડિકલ સ્ટોરવાળો ડૉક્ટરના ઘેર દિવાળીએ વી.સી.આર. પહોંચાડી દે છે. જેટલા ટકા કમિશન મેડિકલ સ્ટોરવાળો આપે તેનાથી બમણું કમિશન ફાર્માસ્યુટિકલ કંપનીઓ આપે છે. ડૉક્ટરો તેમની પત્નીઓના નામે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં પૈસા રોકે છે. તેમના જૂનિયરો વાંકા રહીને એ જ દવા લખી આપે છે. સામ, દામ, દંડ, ભેદ અને એવા બધાના કારણે. મુંબઈમાં અત્યારે બદમાશ તબીબો અને કતલખાના જેવી ફાર્માસ્યુટિકલ કંપની ઉપર પસ્તાળ પડી છે. જે.જે. હોસ્પિટલમાં “ગ્લસરોલ'ને બદલે ડિએથલીન ગ્લાયકોલ જેવો ઝેરી પદાર્થ દર્દીઓને અપાયો એટલે ૧૪ દર્દીઓ સાવ નાહકના મરી ગયા છે. બાકીના ૩૪ દર્દીઓનાં હૃદય, ફેફસાં, કિડની અને મગજ સાવ બહેર મારી ગયાં છે. ‘તમસ' ચાલુ રાખવી એવો નિર્ણય આપનાર જજ બખ્તાવર લેન્ડિને આ આખા કેસની તપાસ કરીને રિપોર્ટ સરકારને આપી દીધો છે. એ રિપોર્ટ મૌલાના આઝાદના Page #91 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૯૧ પુસ્તક કરતાં પણ ભારે સ્ફોટક છે. એટલે સરકાર તે તેજાબી રિપોર્ટને પ્રસિદ્ધ કરતાં ભારે ગભરામણ અનુભવે છે. બીજાં તપાસપંચોની જેમ જજ લેન્ટિને ચકલાં નહોતાં ચૂંથ્યાં. તેમણે તો સ૨કા૨, તબીબો, જનરલ પ્રેકટીશનરો, ઈસ્પિાતાલો, કન્સલટો, કેમિસ્ટો તથા ફાર્માસ્યુટિકલ મલ્ટીનેશનલ કંપનીઓનું જ જબરદસ્ત ગઠબંધન ચાલે છે એ પકડી પાડયું છે. બખ્તાવર લેન્ટિને મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય ખાતાના પ્રધાન ભાઈ સાવંતને ભરીઅદાલતમાં ધધડાવી નાખ્યા હતા કે, હું બીજા બધા જજોની જેમ પોપલાઈથી બેસી જઈશ એમ તમે મનતા હો તો તમે ખાંડ ખાવ છો. મારે તો કોઈ ચમનિયો-મગનિયો શું કે મહારાષ્ટ્ર સરકારના પ્રધાન શું, બધા જ સરખા. ઠક્કર-નટરાજન પંચે ફેરફેક્સની બાબતે ફીફાં ખાંડ્યાં છે. પણ જજ લેન્ટિને એકેએક ગુનેગારને સાણસામાં લીધેલા. તેમણે એક દવાની કંપનીના માલિક પાસે ઓકાવડાવ્યું હતું કે હું ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને દારૂ પાઉં છું અને એ લોકો માગે ત્યારે કોલગર્લ્સ હાજર કરું છું. લોકકથાના નાયક જેવા જજ બખ્તાવર લેન્ટિને શોધી કાઢ્યું કે, મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે તેના રજિસ્ટરમાં ૫૮૨ દવાઓને સબસ્ટાન્ડર્ડ ગણાવી હતી છતાં એ દવાઓ બજારમાં લહેરથી ફરતી હતી. આજે પણ મુંબઈગરો જે ગોળીઓ ગળે છે તે સબસ્ટાન્ડર્ડ છે. મહારાષ્ટ્રમાં ૨,૦૦૦ કરોડ રૂ.ની દવા દર વર્ષે વેચાય છે. એમાંથી માંડ ૧૦૦ કરોડની દવાઓ લેવા જેવી હોય છે. મહારાષ્ટ્રની સરકાર જજ લેન્ટિનનો અહેવાલ રજૂ કરતાં બીએ છે. કારણ કે અહેવાલમાં તેમણે સાબિત કરી દીધું છે કે, ‘અલ્પના ફાર્મા પેક' નામની કંપની દવાની ફેક્ટરી નહોતી છતાં તે જે.જે. હોસ્પિટલને દવા સપ્લાય કરતી હતી. તેણે ટેન્ડર પણ નહોતું ભર્યું એ કંપનીએ ભાઈ સાવંતને લાંચ આપી એટલે તેમણે નિયમોને ઠેબે ચડાવી એ કંપનીને દવાઓ (મોત) સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો. મહારાષ્ટ્રમાં અત્યારે ૨૫૦ જેટલી આવી ફાર્માસ્યુટિકલ કંપનીઓ બોગસ હોય છે. મુંબઈગરો અને અમદાવાદી લટકતી તલવાર નીચે જીવે છે. ૯૦ ટકા દવાઓ બોગસ છે. ૯૦ ટકા નાના રોગોમાં દવા લો તો રોગ પાંચ દિવસમાં મટે અને દવા ન લો તો ચાર દિવસમાં મટે છે. મુંબઈમાં જે ૫૮૨ દવાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાઈ છે તેમાંથી ૧૧૯ દવાઓ જીવનરક્ષક દવાઓ છે. એ બધી દવાઓ અત્યારે બજારમાં ફરે છે. લાલચું ડોક્ટરોએ સ્ટિરોઈડ્ઝના ઈન્જેક્શનો આપી આપીને ટંકશાળ પાડી છે. સ્ટિરોઈડ્ઝનું હો૨મોનમાંથી સીધું ઉત્પાદન થાય છે. એ દવા વધુ વાપરવાથી આંધળા થઈ જવાય છે છતાં ડોક્ટરો અર્ધશિક્ષિત દરદીઓને આ દવા તાકાતનો ભંડાર છે Page #92 -------------------------------------------------------------------------- ________________ ૯૨ બાર પ્રકારની હિંસાઓ એમ કહીને દરદીને છૂટથી આપે છે. મોટાભાગના ડોક્ટરો ઈજેશન ખોયા વગર રાહત પામતા જ નથી. વધુપડતાં વિટામિનો અને ના જોઈતી દવાઓ મોત નોતરે છે. કલાપી એમ કહેતા હતા કે : “જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી’ ડોક્ટરો સસલાની જેમ માનવ-દરદીઓ પર ઝેરનાં પારખાં કરે છે. તબીબોએ મેડિકલ એથિકસનાં પોટલાં બાંધી માળિયે ચઢાવી દીધાં છે. સર ઓરિસન સ્વેટ માર્ડ તેમના પીસ પાવર પ્લેન્ટી’ પુસ્તકમાં લખ્યું છે : “અમેરિકાના જે વિસ્તારમાં ડોક્ટરો નથી હોતા ત્યાં માંદા પડનારાઓનું પ્રમાણ નહિ જેવું છે.” ગયા વર્ષના ડિસેમ્બરમાં અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં અવસાન પામેલા નરેન્દ્ર ભાઈલાલ પટેલ ભારતમાં એઈડ્ઝના મૃત્યુ પામેલા ત્રીજા દર્દી હતા એવું મનાતું હતું. અને તે યુગાન્ડાના કમ્પાલાથી આ અસાધ્ય રોગ વેંઢારી લાવ્યા હતા એવી વાત થતી હતી. છાપાંઓના રિપોર્ટ પ્રમાણે અંતિમ દિવસોમાં ચેપ લાગવાની બીકે ડોક્ટરો અને નર્સે તેમને ઈજેક્શન નહોતા લગાડતા એટલે તેમણે જાતે ઈજેક્શન લેવાં પડતાં હતાં. તેમના શરીરના કીટાણુઓ વાયુમંડળમાં ફેલાય નહિ એટલે પોસ્ટમોર્ટમ પણ ન કરવાની સલાહ અપાઈ હતી. મોડે મોડે કોથળામાંથી બિલાડું નીકળ્યું હતું કે એઈડ્ઝ નહોતો. સન ૧૯૮૭, નવેમ્બર મહિનાની ૨૧મી તારીખે રશ્મિકાંત અંબાપ્રસાદ રાવલને વાડીલાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તબીબોની બેદરકારીના કારણે તે ૨૪મી તારીખે અવસાન પામ્યા. તેમને ડાયાબિટીસ હતો. ૧૮ કલાકથી પેશાબ થતો નહોતો. નર્સ અને વોર્ડબોય સગાવહાલાઓને વોર્ડમાંથી બહાર કાઢી પેશાબની કોથળીમાં પાણી ભરી પછી બહાર આવીને દેખાડે કે, જુઓ પેશાબ થયો ને? તેમના ભાઈએ સરકારને અને મેનેજમેન્ટને મેમોરેન્ડમ આપ્યું બે મહિના થઈ ગયા છે. તેમના કહેવા મુજબ હોસ્પિટલમાં પેસતાંની સાથે જ કતલખાના જેવી ખુશબો આવવા લાગે છે. વોર્ડબોય અને આયાઓ સ્ટ્રેચર પર બેસાડવાના દસ રૂપિયા લે છે. “પુરસ્કાર' શ્રેણીના પહેલા હપ્તામાં એક વૃદ્ધાનો જાન બચાવતાં જે છોકરાનો હાથ કપાઈ જાય છે, તેને એડમિશન આપવાને બદલે ડોક્ટર ધનિક દરદીને છોલવામાં મશગૂલ છે. ડોક્ટરો લાંચ ખાઈને વૃદ્ધ દરદીને મારી નાખવામાં મદદ કરે છે એવા કિસ્સા પણ બહાર આવ્યા છે. હોસ્પિટલોમાં એડમિશન માટે લાંચ આપવી પડે છે. જેની પાસે સગવડ અને લાગવગ હોય એ પ્રાઈવેટ રૂમમાં રહે છે. ગરીબ દરદી ભોંયતળિયાની ટાઈલ્સો ગણતો ગણતો અવસાન પામે છે. પ્રાઈવેટ હોસ્પિટલોવાળા ફાઈવસ્ટાર હોટલના ભાવે રૂમ Page #93 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૯૩ ભાડે આપે છે. જનરલ હોસ્પિટલમાં માનદ્ સેવા આપવા આવતા ડોક્ટરને તગડો દરદી દેખાઈ જાય એટલે તેને પ્રેમથી પસવારી દરદીના હાથમાં પ્રાઈવેટ ક્લિનિકનું વિઝિટીંગ કાર્ડ થમાવી દે છે. તેનાથી ઊલટું પ્રાઈવેટ ક્લીનિકોવાળાને દરદીને સારી પેઠે ખંખેરી લીધા પછી લાગે છે કે હવે આ ગોટલામાં રસ નથી એટલે કહે : ‘હવે ઊપડો જનરલ હોસ્પિટલમાં, તમે ત્યાં જ સાજા થશો.' જનરલ હોસ્પિટલવાળા કહે છે, ‘દર્દીને ઘરે લઈ જાવ, બચવાની આશા નથી' તો કેમ તમને ભજન ગાવા ડોક્ટર બનાવ્યા છે? આપણી મેડિકલ કાઉન્સિલો પણ સાવ ફાલતું કામો કર્યા કરે છે. તેને ડોક્ટર શ્રીરામ લાગુ જાહેરખબરની ફિલ્મમાં કામ કરે છે એટલે તેમનું સર્ટિફિકેટ ખેંચી લેવામાં રસ છે. મેડિકલ કોલેજમાં ભણતા છોકરાઓ સાહેબોને લાંચ આપીને પાસ થાય છે. તેમને શ્રદ્ધા હોય છે કે આપણે સ્ટેથોસ્કોપ લઈને બેસીશું ત્યારે આટલા તો બે દહાડામાં મારી ખાઈશું. મેડિકલનું ભણેલા છોકરાઓ ડૉક્ટર બન્યા પછી ગામડામાં ટ્રેનીંગ લેવા જવાની વાત આવે ત્યારે ફસકી જાય છે. સ૨કા૨ પણ મોળી પડે છે. નિયમ કરોને. છોકરાઓ ગામડાઓમાં શાના ના જાય? આખું મેડિકલતંત્ર ખાડે ગયું છે. ‘અપને પરાયે‘ સિરિયલમાં ડૉક્ટર કોર્ટમાં ખોટી જુબાની આપવા લાંચ લે છે. મહારાષ્ટ્રમાં ગર્ભ-પરીક્ષણ પર પ્રતિબંધ લાદ્યા પછી સ૨કા૨ને એ જ બીક છે. ડૉક્ટરો અને દર્દીઓ ખાનગીમાં સંપી જઈને નારીગર્ભને મારી નાખશે. ડૉક્ટરો કંઈ રોબોટ નથી. સાંભળ્યું છે કે રોબોટ બદમાશી નથી કરતા. બધા ડૉક્ટરોએ સાઈઝની પાઘડી જોઈ પહેરી લેવાની જરૂર નથી, આંબાવાડીના એક ડૉક્ટર દવા લખી આપ્યા પછી દર્દીને રિએકશન આવે તો દવાની કંપનીને ફરિયાદ લખે છે. ગાંધીનગરના એક ખાનગી પ્રેક્ટિશનર ગરીબ દરદીઓની ફી માફ કરી દે છે. બધા ડૉક્ટરો ‘અમે સારા છીએ' એવી હોહા કરશે. ડૉક્ટરો દર્દીઓને સાજા કરે છે કે માંદા? ગુજરાત સમાચાર, તા. ૨૮-૧-૮૯ એક પ્રશ્ન જે સૌ ગ્રાહકોને મૂંઝવે છે તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જે મેડિકલ સારવાર આપતા ડૉક્ટરો દ્વારા ગ્રાહકોને સાજા કરવાને બદલે વધુ ને વધુ બીમાર બનાવવાના નુસખા શોધતા, ડીગ્રી લેતી વખતે સેવાના શપથ લેતા અને પ્રેકટીસ શરૂ કર્યા પછી વધુ ને વધુ ગ્રાહકોનું લોહી ચૂસતા આ શેતાનો વિશે જાણો ! ! ! Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૪ બાર પ્રકારની હિંસાઓ દરેક ડૉક્ટરે સૌ પ્રથમ તો ગ્રાહકો સાથે વિનય-વિવેકથી વર્તન કરવું જોઈએ. હસી-ખુશીની વાત કરવી જોઈએ. કારણ કે ડૉક્ટરો પાસે જતા દર્દી (ગ્રાહકોનો પચાસ ટકા રોગ તેના સ્વભાવને કારણે જ ઓછો થઈ જવો જોઈએ. એ જ ખરો ડૉક્ટર કહેવાય, નહીં કે ઘરે બેરી સાથે ઝઘડો કરીને આવ્યો હોય તેનો બદલો ગ્રાહકો ઉપર વાળતો ડૉક્ટર. એટલે હંમેશાં ગ્રાહકોએ ગુલાબી મિજાજવાળા ડૉક્ટરો પકડવા જોઈએ. આ વસ્તુને આપણે જશ રેખાવાળા ડૉક્ટર છે તે રીતે ખપાવીએ છીએ પરંતુ ખરેખર તો તેનો સ્વભાવ દર્દી (ગ્રાહક) ઉપર ઘણી અસર કરે છે. અત્યારે ગ્રાહકોનું શોષણ કરીને પૈસાદાર બનવાના કોડ સાથે ડીગ્રી લઈને બહાર નીકળતા ડૉક્ટરોની એક રીંગ હોય છે, જેને પોતાના સ્વાર્થ સિવાય આ ધંધામાં બીજો કોઈ સેવાકીય આશય હોતો નથી. તેઓ એક લેબોરેટરી ટેસ્ટીંગ, એક એક્ષ-રે ક્લીનીક, એક કાર્ડિયોલોજીસ્ટની રીંગ બનાવેલી હોય છે. જેમાં એકબીજાનાં કમિશનો ચાલતાં હોય છે. જે એકની પાસેથી બીજાના પાસે મોકલે છે. આમ ફુટબોલની જેમ ગ્રાહક અહીંથી તહીં ભટક્યા કરે છે. બીજો તબક્કો સ્પેશિયાલિસ્ટનો આવે છે. જેઓ પણ એકબીજા સાથે આ જ રીતે સંકળાયેલા હોય છે અને કમિશન સાથે એકબીજા પાસે મોકલે છે. વળી જે દવાનાં પ્રિસ્ક્રીપ્શન લખવામાં આવે છે તેમાં જ દવાઓ લખાય છે તે નવી કંપનીની ઓછી સ્ટાન્ડર્ડવાળી લખાય છે. કારણ કે દવા કંપનીઓ ૨૫૦૦૦ દવાની જગ્યાએ અત્યારે ૩૦,૦૦૦ દવાઓ બનાવે છે. જેના કારણે ગ્રાહકોને આમાં પણ ડૉક્ટરો અને દવાની દુકાનવાળાની રીંગનો ભોગ બનવું પડે છે. જે મહિના પછી પોતાના હિસાબો કરીને ગ્રાહકોને એક રોગમાંથી બીજા રોગની ગર્તામાં ધકેલી દે છે. દવાઓનાં અત્યારે ખૂબ જ રિએક્શનો આવે છે. પોતાની રીતે પૂરતા ચૂસી લીધા પછી દર્દીઓને મુંબઈ અને અમદાવાદ ધકેલવામાં આવે છે “અમારાથી સારું નહી થાય.” આ જ રીતે મુંબઈ ને અમદાવાદમાં પણ પોતાના જાણીતા સર્જનો પાસે મોકલીને કમિશનો લેવામાં આવે છે. ફરીથી ત્યાં આગળ પણ ચેનલની ઉપરની વાત કરી તે જ.... લેબોરેટરીથી માંડીને કાર્ડિઓલોજીસ્ટ સુધીની આવે છે. ખરેખર અહીં ડૉક્ટરો પાસે દર્દી આવે છે ત્યારે જ ડૉક્ટરને ખબર હોય છે કે દર્દીને મારાથી સારું થાય એમ નથી, આમ છતાં બને તેટલો ગ્રાહકને આ સેવાનો ઠેકો રાખીને આ સફેદ ઠગ લૂંટે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ગ્રાહકોને લૂંટવાનો ત્રીજો તબક્કો આવે છે ઓપરેશનો કરવાનો. આ ઓપરેશનો કરતી વખતે ગ્રાહકોને ઓપરેશન થીએટરમાં લઈ ગયા પછી તેનાં સગાંવહાલાં કે જવાબદાર માણસ પાસેથી પૈસા પડાવવા ડૉક્ટર બહાર આવે છે કે એક ગાંઠ વધારે છે કે બે હજાર વધારે થશે. ફરીથી પાછા આવે છે કે હવે થોડું વધારે તકલીફવાળું છે, એક હજાર વધારે થશે. આમ બે હજારના કામ સામે પાંચ હજાર વધારે આ શેતાનો લે છે. ગરીબ માણસને પણ જાણે માંદા પડવાનો કોઈ અધિકાર જ નથી તેવું વાતાવરણ હોય છે. આવા શોષણ કરતા ડૉક્ટરો સામે જેહાદ જગાવવા ગ્રાહક કેન્દ્રોને ફરિયાદ કરવી. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન પણ આ અંગે પગલાં લે છે, તેને પણ ફરિયાદો આપવી. છેલ્લાં બે વર્ષમાં ગ્રાહકો તરફથી ડૉક્ટરો અંગે ઘણી બધી ફરિયાદો મળેલ છે, જેમાંથી મોટા ભાગની ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે. ડોક્ટરો પોતાની જાતને લોકોના તારણહાર માને છે પણ ખરેખર તપાસ કરો તો તે ગ્રાહકોને ડુબાડનાર સાબિત થાય છે. પ્રાઈવેટ નર્સિંગ હોમની સ્થિતિ સમગ્ર ગુજરાતમાં જોશો તો ખરેખર દર્દીઓની દયા આવે તેવી છે. “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને” નસીંગ હોમ માટે નિયમો બનાવેલા હોય છે છતાં આ નિયમોનું કોઈ પાલન થતું નથી. વળી આ નર્સિંગ હોમમાં પણ સ્પેશિયલ રૂમ નામનું કૌભાંડ ચાલે છે. તેમાં સંડાસબાથરૂમની પણ સુવિધા હોતી નથી અને તેમાં રૂ. ૨૦ થી માંડીને રૂ. ૫૦૦ સુધીનું રૂમ ભાડું લેવામાં આવે છે. આ પણ એક મોટું કૌભાંડ છે. નર્સિંગ હોમમાં ૨૪ કલાક ડૉક્ટરો હાજર હોવા જોઈએ, જે હાજર હોતા નથી, છતાં મોટો ચાર્જ લેવામાં આવે છે અને ત્યાં પણ ડૉક્ટરો વીઝીટિંગ ફી પડાવે છે. અમારા અનુભવ મુજબ સ્વચ્છતાના કોઈ નિયમો તેઓ પાળતા નથી. રૂમ બરાબર સાફ રાખતા નથી. હવા-ઉજાસ બરાબર હોતા નથી. આમાં સરકારનું આરોગ્ય ખાતું પણ એટલું જ જવાબદાર છે. સરકારી દવાખાનામાં ગરીબ માણસોને મોટા ભાગની સેવાઓ વિનામૂલ્ય ઉપલબ્ધ હોય છે. જે દવાઓ દવાખાનામાં નથી હોતી તે સેવાભાવી સંસ્થાઓ મંગાવી આપે છે. વળી આ દવાખાનાની સુવિધાઓ પણ પ્રાઈવેટ દવાખાના કરતાં ઘણી સારી છે. અમારો જાત-અનુભવ જણાવું છું કે ડૉક્ટરો લેબોરેટરી ટેસ્ટીંગ માટે અમુક જ Page #96 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ લેબોરેટરી જણાવે છે. તેમાં કોડવર્ડ જણાવેલા હોય છે તે મુજબ રિઝલ્ટ આપવામાં આવે છે. એક જ વસ્તુના જુદીજુદી લેબોરેટરીના ટેસ્ટ એક જ દિવસે જુદાજુદા આવેલા છે. આમ કમળાના ટેસ્ટમાં કમળો બતાવવામાં આવે પછી એમ કહેવામાં આવે કે કમળો કયા પ્રકારનો છે. તે પટાઈટસ “બી”નો ટેસ્ટ કરવો પડશે. જેની કિંમત રૂા.૧૦૦/-લેવામાં આવે છે. આમ આ ષડ્યુંત્રમાં ફસાવું ન હોય તો પોતાની રીતે ડૉક્ટરનું નામ બતાવ્યા વગર ટેસ્ટ કરાવવાથી ઓછું શોષણ થાય છે. આમ લેબોરેટરી ટેસ્ટીંગ પણ એક મોટું તૂત છે. વળી ડૉક્ટરો જે સાધનો વાપરે છે તેને સાફ કરવા માટે પણ પૂરતી કાળજી લેવામાં આવતી નહીં હોવાને કારણે એકનો રોગ બીજાને થાય છે. વળી પ્રિસ્ક્રીપ્શનમાં જે દવા અને ઈંજેક્શન લખવામાં આવે છે તેનાથી રીએક્શન આવશે કે નહીં તેના ટેસ્ટ કરવા જોઈએ તે પણ કરવામાં આવતા નથી. વળી મેડિકલ સ્ટોરમાંથી દવા બરાબર મળી કે નહીં તે પણ જોવામાં આવતું નથી. આમ આ ધંધો સેવા-મેવા લેવાનો છે. તેમાં એકલો મેવો ડૉક્ટરો ખાતા થઈ ગયા છે. ડૉક્ટરો સેવાની ભાવના ભૂલી ગયા છે. તે રીતે દવા બનાવનારી કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સ પણ આ કૌભાંડમાંથી બાકાત નથી. તેઓ પણ દર્દીને એક દર્દણાંથી સાજો કરીને બીજા દર્દમાં ધકેલે છે, કારણ કે દવા બનાવનાર કંપનીઓ સબસ્ટાન્ડર્ડ દવાઓ બનાવે છે જેનાથી આડ-અસરો ઊભી થાય છે અને ગ્રાહક બીજા દર્દનો ભોગ બને છે. તેવી જ રીતે મેડિકલ સ્ટોર્સવાળા પોતાને ત્યાં દવા ન હોય તો ભળતી જ દવા આપીને અબુધ લોકોને છેતરે છે, લૂંટે છે અને બીજા રોગોના ભોગ બનાવે છે. આપણા દેશમાં ઉત્પાદકતાની પ્રચાર-ઝુંબેશ મુખ્યત્વે કારણભૂત છે. દવાની દુનિયા દવાની કથા- પ્રાણીઓની વ્યથા સંકલનઃ જયંતીલાલ પ્રભુદાસ શાહ વિજ્ઞાન અને આધુનિક સંસ્કૃતિ તથા સાધનોએ મનુષ્યને પાંગળો બનાવી દીધો છે. શરદી થઈ તો દોડ્યા દવા લેવા! કબજિયાત થઈ : “આપો દવા!” માથું દુઃખે છે, “લાવો દવા! Page #97 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ અમારે ત્યાં દવા માટે ખાસ કબાટ અને આ અમારા ફેમીલી ડૉક્ટર છે તેમ કહેવામાં પણ ગર્વ અનુભવાય છે તેને બદલે અમારે કોઈ ડૉક્ટર કે દવાની જરૂર પડતી નથી તે વાત ગર્વ લેવા જેવી કેમ ન કહી શકાય? આ એલોપથી દવા મેળવવા માટે, તેની ચકાસણી કરવા માટે બે પગો માનવી ચોપગા મૂંગા પ્રાણીઓ ઉપર હિંસાનું કેવું ક્રૂર તાંડવા ખેલે છે તેનો જરા સરખો પણ ખ્યાલ આપણને આવે તો પસ્તાવાનો પાર ન રહે. દરેકે દરેક દવાના અખતરા પ્રથમ નિર્દય રીતે વાંદરા, દેડકાં, ગિની પીગ, ઉદર, ઘોડી, ગાય જેવા છથી સાત કરોડ પ્રાણીઓ ઉપર દર વર્ષે થાય છે તે વખતની તેમની અસહ્ય વેદના-ચીસો અને મોત જો નજરે જુઓ તો કોઈ પણ દવા મોઢામાં નાખવાનું મન નહિ થાય. તેને બદલે દવા વગર મરી જઈએ તે બહેતર છે તેમ આપણને થશે. પ્રાણીઓ પછી હવે આ અખતરા જેલના કેદીઓ ઉપર પણ થવા લાગ્યા છે. ફક્ત કેદીઓ શા માટે? હવે તો દરેક જીવંત મનુષ્ય જે દવા લેવા જાય છે તેને પણ ગિની પીગ સમજી ડૉક્ટરો તેમના ઉપર અખતરા જ કરે છે ને? ડોક્ટરો નાડી પરીક્ષા કે બીજી રીતે દર્દીનો નિર્ણય કરી શકતા નથી એટલે તમને પૂછશે : શું થયું છે? કેટલા દિવસથી બીમાર છો? લો આ દવા.” બે દિવસ પછી માફક ન આવે તો કહેશે : “આ બીજી દવા જોઈ જુઓ-અનુકૂળ આવે છે કે કેમ?' ડૉ. સર એશ્લી કુપર કહે છે, “એલોપથી ઔષધ એ માત્ર અટકળ ઉપર રચાયેલું છે.' - તબીબી એલોપથી વિજ્ઞાન તો લગભગ પ્રાણીઓ પર ગુજારાતા અકથ્ય ત્રાસ ઉપર ઊભું છે. હવે તો કેટલાક કિસ્સામાં પૈસા કમાવાનો ધીકતો ધંધો પણ બની ગયો છે. માટે ભ્રામક જાહેરાતો, ડૉક્ટરોને લાલચરૂપે સેમ્પલ તરીકે લાખો રૂપિયાની દવા મફત અપાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (વિશ્વ આરોગ્ય સંસ્થા) એ ડૉક્ટરોને અને હોસ્પિટલના વ્યવસ્થાપકોને કહ્યું છે કે માત્ર ૨૦૦ દવાઓ જ જરૂરી છે, પણ ભારતમાં ૬૦,૦૦૦ જેટલી દવાઓ, પ૨૦૦ દવાની કંપનીઓ બનાવે છે. દવાનાં નામોની ભુલભુલામણી ગૂંચવી નાખે એવી છે. નામ જુદાં જુદાં છે પણ દવા જુદીજુદી નથી. વિશ્વના કોઈપણ ધનાઢ્ય દેશને પણ પોષાય નહિ તેવો રૂપિયા ૨૦ અબજની દવાનો જથ્થો ભારતની ગરીબ-ભોળી પ્રજાના શિરે લાદવામાં આવે છે એવું Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૮ બાર પ્રકારની હિંસાઓ નિષ્ણાતોનું માનવું છે. ઢગલાબંધ ટીકડી, કેપસ્યુલ્સ, ટોનિક, વિટામિન, ઈજેક્શનો વગેરે બને છે. ડૉક્ટરો ખોબલે-ખોબલે દર્દીઓને ખવડાવતા રહે છે અને પ્રજા શ્રદ્ધાપૂર્વક આંખો મીંચીને દવા ગળતી રહે છે. છતાં પ્રશ્ન તો એ છે કે એનાથી પ્રજાનું આરોગ્ય ખરેખર સુધરે છે ખરું? માનવતાની દૃષ્ટિએ વિચારીએ તો પણ ક્યાંથી સુધરે ? કેમકે આવી ઘણી બધી દવા પાછળ મૂંગા પ્રાણીઓની અપાર વેદના ભરેલી છે. ડાયાબિટીસ માટે ઈસ્યુલીન, દમની દવા, એડ્રેનિલ, થાઈરોડની દવા તથા લીવર એકસ્ટ્રેક્ટ જેવી દવા કતલ કરેલા પ્રાણીઓની વિવિધ ગ્રંથિઓમાંથી મેળવાય છે. “દવા ભરવાની કેસુલો જિલેટીનમાંથી બને છે અને મોટાભાગનું જિલેટીન કતલ કરેલા પ્રાણીઓનાં હાડકાંમાંથી મેળવાય છે. દવાઓમાં વપરાતા અંબરકસ્તુરી-સિવેટ વગેરે પ્રાણીઓ મારીને જ મેળવાય છે. - વિટામીને “એ” અને “ડી” જો સંયુક્ત હોય તો તે જળચર પ્રાણીઓ જેવા કે હેલ-શાર્ક-કોડ વગેરે માછલીઓને મારીને મેળવાય છે. તેમાંથી શાર્કલિવર ઓઈલ, કોડલિવર ઓઈલ, શાર્કફરોલ વગેરે અનેક દવાઓ બને છે. આ વિટામીનો, ટોનિકોનો આડેધડ ઉપયોગ થાય છે. બ્રિટીશ મેડિકલ એસોસિયેશનના ડૉ. જ્યોર્જ પાર કહે છે કે વિટામીન “ડી” એ દેખીતી રીતે વિટામીન જ નથી અને વિટામીન એ”ની ખામી હોય તો તે માટે ઉપર નિર્દિષ્ટ દવાઓ નહિ પણ લીલાં શાકભાજી ખાવાની જરૂર છે. ટોનિકો અને વિટામીનોની જરૂર દવા મારફત દેવાની હોતી નથી. છતાં ભારતમાં ૬૦ ટકા દવાઓમાં વિટામીન અને ટોનિકો જ હોય છે. વિટામીન “કે'નો ઉપયોગ પોષક તત્ત્વ તરીકે બહુ જ મર્યાદિત છે. વિટામીન “ઈ' કોઈપણ રોગ માટે જરૂરી નથી પણ તેને સેક્સના વિટામીન તરીકે ઘુસાડવાનો પ્રયાસ થાય છે. જાહેરાતો દ્વારા વિટામીનથી શક્તિ વધે અને દર્દીને કોઈ હાનિ પહોંચતી નથી એવી ભ્રામક માન્યતાથી દર્દી તો ઠીક પણ અનેક ડૉક્ટર પણ પીડાય છે. પશ્ચિમ જર્મનીના એક ડૉક્ટરે કટાક્ષ કરતાં કહ્યું કે ભારત ધનાઢય દેશ હોય એવું લાગે છે નહીંતર ત્યાંની પ્રજા પેશાબમાં વહાવી દેવા માટે અને તે દ્વારા કિડનીને નુકસાન કરવા માટે રોજ આટઆટલી વિટામીનની ટીકડીઓ અને સિરપનું શા માટે સેવન કરે ? તમામ ડૉક્ટરો જેને ઔષધની ગીતા માને છે એ ક્લિનિકલ ફાર્માકોલોજી'માં Page #99 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ડિી.આર. લોરેન્સે લખ્યું છે કે “ડૉકટર માટે અધમમાં અધમ કામ કે શરમજનક કૃત્ય એ દર્દીને આડેધડ દવા આપી તેમના ઉપર અખતરા કરી તેનામાં નવો જ રોગ ઊભો કરવાનું છે. ટોચના એક ફિઝિશયને કહેલું કે આ દેશમાં ૨૫ ટકા રોગો ડૉક્ટરોએ દર્દીને આપેલ દવાની આડ-અસરથી પેદા થયેલા રોગો છે. સ્વાથ્ય-સુરક્ષા સચિવ ડૉ. એ.આર. પટવર્ધન જણાવે છે કે “દર્દીઓને અપાતાં ઈંજેક્શનમાંથી ૯૦ ટકા જેટલા બિનજરૂરી હોય છે. અને તેમાંથી મોટાભાગનાં માત્ર દર્દીઓના મનના સમાધાન માટે કે વધુ પૈસા કમાવાના ઉદ્દેશથી જ અપાય છે.” બહુરાષ્ટ્રીય દવા કંપનીઓએ એક એવી દલીલ કરી છે કે, “અબજો મનુષ્યોની તંદુરસ્તીની વ્યવસ્થા માટે થોડા (કરોડો) પ્રાણીઓ પર ક્રૂર હિંસા આચરવામાં વાંધો શું?” પરંતુ જગતની ફક્ત ૧૦ ટકા વસ્તીને અને ભારતની ૨૫ ટકા વસ્તીને આ હિંસા-સર્જિત દવાનો ફાયદો થવાને બદલે ઘણીવાર દવાની આડ-અસર “ઈનામમાં મળે છે. આમ પૈસા, સમય, ધર્મભાવનાને ભોગે આ પ્રકારનો એક છેતરામણો વ્યવસાય દિન-પ્રતિદિન સુલતો જાય છે. આ અંગે પૂરતા અભ્યાસ પછી અનેક નિષ્ણાતોએ પણ આપણને ચેતવણી આપેલી જ છે. સુવિખ્યાત ડૉ. માર્ટન હન્ટનું વિધાન જુઓ : ‘દવાઓ સંપૂર્ણપણે સલામત નથી. દવાઓના સેવનથી તેમની આડઅસરો ઘણી થાય છે, બકરું કાઢતાં ઊંટ પેસી જાય છે.” દવાઓ શરીરમાં પ્રવેશ્યા પછી રક્તપ્રવાહમાં ભળે છે તે પછી શરીરના સર્વે ભાગમાં ફેલાઈ જાય છે. જે દવાઓ સૂક્ષ્મ જીવાણુઓને નિષ્માણ અથવા નિષ્ક્રિય કરી શકે છે તે દવાઓ બધા જ ઉપયોગી જીવંત કોષોને અસર કરે જ છે અને તેથી આડ-અસરો પેદા થાય છે. નિષ્ઠાવંત ડૉ. રિવનબર્ન ક્લાઈમરનો અભિપ્રાય છે : “રોગ નિવારણ કર્યાનો હું દાવો કરતો જ નથી. કોઈ પણ સાચો ચિકિત્સક તેવો દાવો કરી શકે નહિ. રોગોને મટાડવા અને અટકાવવા માટે દવા નહિ પણ કુદરત જ મહાન કામ કરતી હોય છે.' “કુદરતી રોગપ્રતિકારક શક્તિ એ કોઈ કપોલકલ્પિત વસ્તુ નથી.” એવું મોન્ટ્રીઅલ યુનિવર્સિટીના મુખ્ય ડૉક્ટર શ્રી હાન્સ સેલ્વીએ પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું છે. એમનાં અનેક વ્યાખ્યાનોમાં તેઓ ઉદાહરણો સહિત સમજાવતા હોય છે કે ‘નિસર્ગ-શક્તિ ભૌતિક-રાસાયણિક અને માનસિક તાણનો સામનો કરે છે. અને રોગને અટકાવે છે. આ શક્તિને તેઓ “એડટેશન એનર્જી' તરીકે ઓળખાવે છે. આ કુદરતી રોગનિવારણ-શક્તિ શરીરતંત્રમાં જ સમાએલી છે. માત્ર તેને સંપૂર્ણપણે કાર્યશીલ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ બાર પ્રકારની હિંસાઓ રાખવાની અને તેને પ્રબળ બનાવવાની જ જરૂર રહે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના બે સંશોધકોએ એક અજબ વાત કરી : ‘બ્રિટનમાં તથા અમેરિકામાં લોસ એંજલ્સ ખાતે ડૉક્ટરોએ પાડેલી હડતાલનું ચોંકાવનારું પરિણામ એ આવેલું કે હડતાલ દરમિયાન મૃત્યુનું પ્રમાણ નીચું જતું રહ્યું હતું, અને જેવી હડતાલ ખતમ થઈ કે પાછું મૃત્યુનું પ્રમાણ વધી ગયું.’ આ કારણથી અમેરિકન લોકો નિસર્ગોપચારથી સ્વાસ્થ્યને જાળવવા બહુ જ જાગ્રત થઈ ગયા છે. અમેરિકાની પોર્ટલેન્ડ સ્કૂલ ઓફ મેડીસીનના પ્રોફેસર જોસેફ ડી. માતારાઝોના કથન અનુસાર ‘અમેરિકનો દેશની રાષ્ટ્રીય પેદાશના ૧૦ ટકા રકમ સ્વાસ્થ્યનું જતન કરવા નિસર્ગોપચાર માટે ખર્ચે છે (દવા ઉપર નહિ). ૩૦,૦૦૦ કરોડની રકમ શરીરને નિસર્ગોપચારનાં વિવિધ સાધનોને સત્ત્વવંતુ અને ચુસ્ત રાખવા માટે ખર્ચે છે. વ્યસનો તજવા વ્યાયામ અને ‘યોગા’ કરવા જોઈએ અને બહુ પૌષ્ટિક ખોરાક ન ખાવો જોઈએ વગેરે વાતો તરફ પણ અમેરિકનો હવે સભાન થવા લાગ્યા છે.’ ટૂંકમાં દૂરદર્શનની અને વર્તમાનપત્રોમાં આવતી કેટલીક દવાની ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવાની જરૂર છે. આપણા ફિસૂફ કવિ અખાએ ગાયું છે : ‘ગુરુ થા તા૨ો જ તું....' એમ આજના નિષ્ઠાવંત નિષ્ણાત તબીબો પણ કહેવા લાગ્યા છે કે : ‘તું જ તારો ડૉક્ટર થા...’ ઔધોગીકરણથી માનવસંહાર આ દેશ ખેતીપ્રધાન હતો તેથી વધુ તો સંસ્કૃતિપ્રધાન હતો; જે વાત આપણે આગળ ઉપર જોશું. પણ પશ્ચિમી ઢબે ઊછરેલા જવાહરલાલો વગેરેએ આ દેશને ઉદ્યોગપ્રધાન બનાવીને તેની ખેતી અને તેની સંસ્કૃતિને હણી નાખી. ઉદ્યોગો ખરેખર ત ‘ઉદ્યોગ’ શબ્દને લાયક જ ન હતા. ખેર, તેમણે આ દેશની બધી વસ્તુઓને દૂષિત અને પ્રદૂષિત કરી નાંખી. ‘માણસ’ને દૂષિત કર્યા અને પવન, પાણી, નદી, વનસ્પતિ તથા પૃથ્વીને એકદમ પ્રદૂષિત કરી નાંખ્યા. પ્રદૂષણોએ જીવને માર્યો. દૂષણોએ જીવનને હણી નાખ્યું. ઉદ્યોગને એટલી બધી સુવિધાઓ અપાઈ; એમાં જોડાવવાના એટલાં બધાં આકર્ષણો પેદા થયાં કે ગામડાંઓના લાખો માણસો પોતાના વંશપરંપરાગત ખેતી, લુહારી, સુથારી, હાથશાળ-વણાટ વગેરે બાપદાદાના ચાલ્યા આવતા ધંધાઓનો ત્યાગ Page #101 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૦૧ કરીને ઉદ્યોગમાં જોડાવવા માટે શહેરો ભણી દોડ્યા. તેમણે શિક્ષણ લીધું. કેટલાક શ્રીમંત પણ થયા. આ શહેરીપણું, શિક્ષિતતા અને શ્રીમંતાઈમાંથી એક પણ ભૂત જેને વળગ્યું તેનું “માણસ” તરીકેનું જીવન ખતમ થયું. તેની માણસાઈના ગુણો સફાચટ બન્યા. તે સ્વાર્થી, ભોગલમ્પટ, લાલચુ, ઈર્ષાળુ, ક્રૂર અને કૃતજ્ઞ વગેરે બન્યો. બીજી બાજુ તે રોગોથી ઘેરાઈને આરોગ્યને પણ ખોઈ બેઠો. તેનું ગામડાનું શાંત અને સુખી, વાવલંબી અને ખુમારીભર્યું જીવન હણાઈ ગયું. વંશપરંપરાગત ધંધાઓ છોડવા છતાં ઘણા બધા લોકો શહેરોમાં ગયા છતાં તેમને ઉદ્યોગો સમાવી ન શક્યા એટલે લાખો શિક્ષિત લોકો બેકાર બન્યા. તેઓ ગરીબ કે ભિખારી બન્યા. તેઓ બીમાર બન્યા. શારીરિક રોગોનો અને માનસિક તાણોનો ભોગ બન્યા. તેમનું કુટુંબ તેમનું વેરી બન્યું. શહેરની મોંઘવારીએ તેમના જીવનને કચડી નાખ્યું. કહેવાય છે કે ખેતીના વ્યવસાયમાં અળસીયા વગેરે મરતા હોવાથી તે હિંસક વ્યવસાય છે. આ વાત સાવ ખોટી છે. જો ખેતી એ હિંસક વ્યવસાય છે તો ઉદ્યોગો તો મહા-મહાહિંસક વ્યવસાય છે. કેમકે અહીં તો એકેન્દ્રિયાદિ જીવોની નહિ; પરંતુ પંચેન્દ્રિય માનવોની, લાખો માનવકુટુંબોની બેહાલી થાય છે. બેકારી વગેરે દ્વારા તે કુટુંબો જીવતાં કપાઈ જાય છે. મોતથી ય વધુ કડવું તેઓનું જીવતર બને છે. આ બધું જોતાં તો જો સંસારમાં રહીને કોઈ વ્યવસાય પસંદ કરવો જ પડે- તો ખેતીનો વધુમાં વધુ જયણાપૂર્વકનો વ્યવસાય જ પસંદ કરવો એ યોગ્ય ગણાય. જેમ જેમ વૈજ્ઞાનિક જગતે ઉદ્યોગ વગેરેના ક્ષેત્રમાં પ્રગતિ કરી છે તેમ તેમ માનવજાત પોતાના શરીરનું આરોગ્ય, જીવનની શાંતિ, ચિત્તમાં પ્રસન્નતા અને કુટુંબમાં સંપ ખોઈ બેઠો છે. એનું જીવતર ઝેર થયું છે. ભલે પછી તેને ઊંચા કોઈ સુંદર જીવનની કલ્પના કે સાધના ખ્યાલમાં ન હોય, તેથી તેનું જીવન વૈજ્ઞાનિક પ્રગતિના આધારે તે ઢસડી નાખે કે પૂરું કરી નાખે.” અહીં એક અખબારી લેખ અક્ષરશઃ રજૂ કરું છું. વિજ્ઞાન પ્રગતિ - આરોગ્યનો સત્યાનાશ -કાન્તિ ભટ્ટ બરાબર એકસો વર્ષ પહેલાં ૧૮૮૪માં સાઉદી અરેબિયાના શેખ એક વખત રણમાં ફરતા હતા ત્યારે તેમણે એક જગ્યાએ ખાડામાંથી તેલનો પરપોટો જોયો. તેણે તુરંત તેના હજુરીયાઓને બોલાવીને આ ખાડો પૂરી દેવાનું કહ્યું. તેણે કહ્યું: Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ બાર પ્રકારની હિંસાઓ “આ ખાડાને બરાબર પૂરી દો. અહીંથી તેલ નીકળ્યું છે તે કોઈને ખબર થવા પામે નહિ.’’ આવું શેખે શું કામ કર્યું? તાજેતરમાં પ્રગટ થયેલા ‘એન્ડ્રોપી નામના પુસ્તકમાં આ પ્રશ્નનો જવાબ તેના લેખક જેરેમી રીફકીને આપ્યો છે. જેરેમી રીફકીને કહ્યું કે આ શેખને દીર્ઘદૃષ્ટિ હતી. તેણે વિચારી લીધું કે ‘પશ્ચિમના ગોરા લોકો આ ક્રૂડ તેલ ભાળીને દોડશે અને આરબોનાં પ્રાણાલિકાગત જીવનને બરબાદ કરશે.'' આ શેખનો ડર સાચો પડ્યો છે. પશ્ચિમની ટેકનોલોજી અને વિજ્ઞાને માત્ર આરબ દેશો જ નહીં પણ બીજા દેશોના પ્રણાલિકાવાળા જીવનને નષ્ટ કર્યું છે. આરબ દેશો સો વર્ષ પહેલાં અનાજનો દાણો આયાત કરતા નહીં. ૧૯૭૫માં ૫૦ ટકા અનાજની જરૂરિયાત આયાત થતી હતી. હવે પાંચ વર્ષમાં તેમની જરૂરિયાતનું ૭૫ ટકા અનાજ આયાત કરશે. આવી દશા દરેક ગરીબ દેશે વિદેશની ટેકનોલોજીની વાનર નકલ કરી છે તેમની થશે. પરંતુ આ આર્થિક અસર જ નહીં પરંતુ આધુનિક ટેકનોલોજીએ જે પર્યાવરણનો બગાડ કર્યો છે તે અમેરિકામાં આરોગ્યનો સત્યનાશ કરીને હવે ભારતમાં ભોપાળના આંગણે પણ આવી પહોંચ્યો છે. જેમ જેમ વધુ ને વધુ વિદ્યુતશક્તિ કે ક્રૂડનું બળતણ વપરાતું ગયું છે તેમ તેમ વધુ ને વધુ પ્રદૂષણ પેદા થતું ગયું છે. ‘એન્ડ્રોપી’ના લેખક કહે છે : ધી ગ્રેટર ધી એનર્જી ફલો. ધી ગ્રેટર ધી પોલ્યુશન.' અને એમ વધુ શક્તિ વાપરવાથી પેદા થતાં પ્રદૂષણે વધુ ને વધુ મોત નોતર્યાં છે. લેખક કહે છે કે ન્યુયોર્ક શહેરના ટેક્સી ડ્રાયવરના લોહીમાં એટલો બધો કાર્બન મોનોક્સાઈડ હોય છે કે આ ટેક્સી ડ્રાઈવરો રક્તદાન કરે છે તે હૃદયરોગના દર્દીને ચઢાવી શકાતું નથી. અમેરિકન સેનેટની એક સમિતિને અમેરિકન વિજ્ઞાનીઓએ કહ્યું છે કે ‘બાળકોને’ જે દૂધ અપાય છે તે પણ જોખમી થઈ ગયું છે. માતાઓ સ્તનપાન કરાવે છે તે દૂધમાં પણ પેસ્ટીસાઈડઝના અંશો હોય. ઉપરાંત બાળકો માટે જે કહેવાતા પાચક આહારો ડબ્બામાં પેક થઈને આવે છે તેમાં સીસાના ઝેરી અંશો હોય છે.' જે અમેરિકામાં છે તે વહેલુંમોડું ભારતમાં આવે છે. અમેરિકામાં હડધૂત થતા પેસ્ટીસાઈડઝ અર્થાત્ ખેતીવાડીના પાકની જંતુઘ્ન દવાઓ ભારતમાં આવે છે. અમેરિકામાં છેલ્લાં ૧૫ વર્ષમાં જે કેન્સરના રોગો થાય છે તેમાંથી ૬૦ થી ૯૦ ટકા કેન્સરના રોગ માનવીએ ઊભાં કરેલાં પ્રદૂષણો ખાદ્યપદાર્થોમાં વપરાતા પ્રીઝર્વેટિવ કેમિકલ્સથી અને રસાયણોને કારણે થાય છે. અમેરિકાના એક જમાનાના આરોગ્ય સચિવ શ્રી જોસેફ કેલીફાનોએ ચોંકાવનારી વાત કહેલી કે ૨૦ થી ૪૦ ટકા જેટલા કેન્સરના રોગો અમુક કારખાનામાં કામ કરનારા મજૂરોને જ થાય છે. વિવિધ પ્રકારનાં રસાયણો, ધાતુઓ અને Page #103 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૦૩ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે કામ કરનારા કામદારોનાં આરોગ્ય ૨૦ વર્ષમાં કથળી જાય છે. શ્રી જોસેફને કહેવામાં આવ્યું કે, જો આ પ્રકારે અમેરિકામાં રસાયણ અને ધાતુનાં કારખાનાં ચાલુ રહેશે તો દરેક ત્રણ અમેરિકનોમાંથી એકને જીવન દરમિયાન કેન્સરનો રોગ થશે. સિન્થેટીક ચીજો, પેસ્ટીસાઈડ્ઝ અને રસાયણ વગેરેના જ ઉદ્યોગ થાય છે તે જોતાં વિજ્ઞાનીઓને લાગે છે કે ૧૯૯૦ સુધીમાં જે જે દેશ આ ચીજોનો ઉપયોગ વધારશે ત્યાં કેન્સરના રોગો વધશે. ઔદ્યોગિક સમાજમાં માત્ર કેન્સરનો જ રોગ વધશે તેવું નથી. અમેરિકાના પોલાદ ઉદ્યોગમાં કામ કરતા કામદારોમાંથી પાંચ લાખ કામદારો દર વર્ષે ઓક્યુપેશનલ ડિઝીઝ અર્થાત્ તેમનાં કામ સાથે સંકળાયેલા રોગોને કારણે અપંગ અને અશક્ત બની જાય છે. અમેરિકાની એનવીરોમેન્ટલ પ્રોટેક્શન એજન્સીએ કરેલા અભ્યાસ મુજબ માત્ર હવાના પ્રદૂષણને કારણે અમેરિકન કામદારો બીમાર પડીને દર વર્ષે રૂ. ૩૬૦ અબજની આવક ગુમાવે છે. અમેરિકન લંગ એસોસિયેશન નામની ફેફસાના રોગો અંગેનું સંશોધન કરતી સંસ્થાએ કહ્યું છે કે હવાના પ્રદૂષણને કારણે અમેરિકન સમાજનું ડૉક્ટરોનું બિલ વર્ષે રૂ. ૧૦૦ અબજનું આવે છે. લાખો વર્ષ પહેલાંની આપણી શરીરની રચના છે તે બદલાઈ નથી. આપણા શરીરની બાયોલોજીકલ ડિઝાઈનલ અર્થાત્ જીવનરસાયણશાસ્ત્ર મુજબનું શરીરનું માળખું યંત્ર વગરની અને સાદી ખેતીવાડીમાંથી થતા પાક અને ખોરાક ઉપર રચાયું હતું. દરેક ઔદ્યોગિક અને વૈજ્ઞાનિક પ્રગતિ સાથે આપણા શરીર ઉપર વધુને વધુ બોજ આવ્યો છે. દરેક વર્ષે બગડેલા પ્રદૂષણને કારણે માનવીની શારીરિક શક્તિનો હ્રાસ થતો રહ્યો છે. અમેરિકનો ઔષધોની અવનવી શોધથી માનવીની આયુષ્ય મર્યાદા વધી છે તેમ કહે છે પણ ‘એન્ડ્રોપી’ના લેખક જેરેમી રીફકીન કહે છે કે ૧૯૫૦ પછી અમેરિકનોની આયુષ્યરેખા આગળ વધતી અટકી ગઈ છે. ૧૯૫૦માં અમેરિકનો પેટ્રોકેમિકલ યુગમાં પ્રવેશ્યા હતા અને તેથી ૧૯૫૦ની સાલ પછીથી પેટ્રોકેમિકલને લગતા અર્થતંત્રે અમેરિકનોના આરોગ્યનો સત્યાનાશ વાળ્યો છે.’’ વધુને વધુ જર્મન અને અમેરિકન કંપનીઓ ભારત અને બીજા દેશોમાં નિકાસલક્ષી રસાયણના પ્લાંટ અને પેટ્રોકેમિકલ્સના પ્લાંટ એટલા માટે નાખે છે કે એ ભસ્માસુરને અમેરિકનો અને જર્મન લોકો પોતાની છાતી ઉપરથી હટાવી નાખવા માગે છે. અમેરિકામાં હૃદયના રોગો અને કેન્સરથી મરણનું પ્રમાણ ૧૯૦૦ની સાલમાં ૧૨ ટકા હતું તે પછી આવા રોગોને કારણે ૧૯૪૦માં મરણ પ્રમાણ વધીને ૩૮ ટકા Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ બાર પ્રકારની હિંસાઓ થયું. એ પેટ્રોકેમિકલ ઉદ્યોગો અને પેસ્ટીસાઈડઝના ઉદ્યોગો વધ્યા તે પછી આ મરણપ્રમાણ ૧૯૭૬માં વધીને પ૯ ટકા થયું છે. રસાયણ ઉદ્યોગોએ પેદા કરેલા રોગોને કારણે અમેરિકામાં હોસ્પિટલ, દવા અને ડૉકટરીનો આખો ઉદ્યોગ ખીલ્યો છે. અમેરિકાના મેડિકલ ક્ષેત્રમાં રૂ.૧,૫૦,૦૦૦ કરોડની મૂડીનો દર વર્ષે ઉથલો થાય છે. હોસ્પિટલોમાં અવનવા નિદાનનાં સાધનો વસાવાય છે અને દર વર્ષે નવા સ્કેનિંગનાં યંત્રોને ભંગારમાં શોધીને જૂના સ્કેનિગના કઢાય છે અગર તો ભારત જેવા ગરીબ દેશોમાં ધકેલાય છે. તેને કારણે હોસ્પિટલોમાં જવાનું જાણે અનિવાર્ય હોય તેવી હવા પેદા થઈ છે. અમુક નિદાનનાં યંત્રોનો ઉપયોગ કરવા દર્દીએ ૧-૨ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે અને પછી ડૉક્ટર કહે તો ઓપરેશન કરાવી લેવું પડે છે. અમેરિકન કોંગ્રેસને એક અહેવાલ અપાયેલો તેમાં કહેવામાં આવેલું કે અમેરિકન હોસ્પિટલોમાં ૨૪ લાખ જેટલા બિનજરૂરી ઓપરેશનો થાય છે અને એવા નાહકના ઓપરેશનને કારણે દર વર્ષ ૧૧,૯૦૦ જેટલા તદ્દન નાહકનાં મરણો પણ થાય છે અને એ અર્થવગરનાં ઓપરેશનોમાં દર વર્ષે રૂ. ૪૦૦૦ કરોડ ખર્ચાય છે. ભારતમાં મુખ્ય મુખ્ય શહેરોને તબીબી દૃષ્ટિએ મીની અમેરિકા જેવાં બનાવી દેવામાં આવી રહ્યાં છે. આપણે પણ આવાં નાહકનાં ઓપરેશનોનો ભોગ બની રહ્યા છીએ. કૃષિક્ષેત્રમાં પણ આવી જ સત્યાનાશની હાલત આપણે નોતરી રહ્યા છીએ. અમેરિકનો પાકના જંતુને મારવા કુદરતી પદ્ધતિ વાપરવા માંડ્યા છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ એકદમ ઓછો કરી રહ્યા છે ત્યારે આપણા દેશમાં વધુ ને વધુ રાસાયણિક ખાતર અને જંતુન દવાઓ વપરાઈ રહ્યાં છે. મલ્ટીનેશનલ કંપનીઓ પ્રેસ કોન્ફરન્સ ભરીને અને કોકટેલો યોજીને પત્રકારોને મસાલા પીરસે છે કે ભારતનો અમુક અબજ રૂપિયાનો પાક જંતુ ખાઈ જાય છે. એ પાકને બચાવવા જંતુઘ્ન દવા જરૂરી છે પરંતુ ખેતીવાડીના પર્યાવરણમાં કપાસનો છોડ ઊભો હોય તેની સાથે બીજા જે કુદરતી જીવો જીવતા હોય તે પણ પર્યાવરણને પૂર્ણ બનાવવા જરૂરી છે. ઉંદર, કરોળિયા, જીવડાં અને બીજાં ઉપકારક જંતુઓ પાક અને જમીન માટે જરૂરી છે. જંતુઘ્ન દવાઓ તો આડેધડ આ બધા જ જીવોનો નાશ કરે છે. ભોપાળના રાસાયણિક ગેસના અકસ્માતે ભારતના વિચારક લોકોની આંખ ઉઘાડી છે. અત્યારના કહેવાતા ડહાપણ પ્રમાણે જવાહરલાલથી માંડીને રાજીવ ગાંધી સુધીના નેતાઓ માને છે કે જેમ જેમ ઔદ્યોગિક અર્થતંત્ર અને આધુનિક ટેકનોલોજીનો વિકાસ થશે તેમ તેમ ગરીબ દેશોને વધુ લાભ થશે. અમેરિકાને Page #105 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૦૫ ધોરણે આપણે વિકાસ કરીશું તો ગરીબી નાબૂદ થશે. અમેરિકનો પણ ભારતની ગરીબી વિશે મગરનાં આંસુ પાડે છે. પરંતુ એ લોકો ભૂલી જાય છે કે જગતના ત્રીજા ભાગનાં કુદરતી સાધનોનો એકલા અમેરિકનો ઉપભોગ કરી જાય છે. એન્ટ્રોપી'ના લેખક જેરેમી રિફકીન કહે છે કે જ્યાં સુધી અમેરિકન ટેકનોલોજી જગતનાં ત્રીજા ભાગનાં કુદરતી સાધનોનો ઉપભોગ કરે છે ત્યાં સુધી ગરીબ દેશોનો ઉદ્ધાર થવાનો નથી. બીજી પણ એક વાત છે તેની ગરીબ દેશોના નેતાઓએ નોંધ લેવા જેવી છે. એ ગરીબ દેશના નેતાઓ એમ માનવાની ભૂલ ન કરે કે કાળક્રમે તે લોકો પ્રગતિ કરીને અમેરિકા જેવી સમૃદ્ધિ હાંસલ કરશે. આવી સમૃદ્ધિ લોજીકલ દૃષ્ટિએ અશક્ય છે. હર્મન ડાલી નામના અર્થશાસ્ત્રીની વાત અહીં જાણવા જેવી છે, “અમેરિકા, જેની વસતિ જગતનાં માણસોની માત્ર છ ટકા જેટલી છે. તેના ટેકનોલોજીકલ વિકાસને જિવાડવા માટે જગતને ૩૫ ટકા ઉત્પાદન કામે લગાડવું પડે છે. જો માત્ર ૬ ટકા જેટલા જગતની વસતિના ટેકનોલોજીના મોહને જીવતો રાખવા ૩૫ ટકા સાધનોનો ભોગ આપવો પડતો હોય તો અત્યારે તે સાધનો આપણી પાસે છે તેનાથી માત્ર ૧૮ ટકા વસતિ જ ટેકનોલોજીની પ્રગતિ કરી શકે. અમેરિકા પછી હજી યુરોપના દેશો પણ છે. અમેરિકા જેટલી પ્રગતિ બીજી ૧૨ ટકા. મારી તો સ્પષ્ટ સમજ છે કે વનસ્પતિ આદિ સૂક્ષ્મ જીવો (એકેન્દ્રિય)ની હિંસા તથા દેડકાં વગેરે તમામ પ્રકારનાં પ્રાણીઓની હિંસામાં તેમની જ હિંસા નથી, પરંતુ આખી માનવજાતનો સંહાર છે. માનવજાતને જીવવા માટે જે ઓક્સીજન (શુદ્ધ હવા)ની જરૂર પડે છે તે વનસ્પતિ જ પૂરો પાડે છે. વળી શુદ્ધ પવનની જેમ વરસાદી પાણી, ધરતીમાં જળભંડાર વગેરે પણ તે જ પૂરા પાડે છે. અનાજ પણ તેની જ પેદાશ છે. પશુઓને માટે પણ વનસ્પતિ (ઘાસ વગેરે) અત્યંત જરૂરી છે. એ જ રીતે પશુઓના છાણ, મૂતર વગેરે દ્વારા જે ઊર્જાની પ્રાપ્તિ થાય છે તેથી માનવજાત જીવી શકે છે. એક દિવસ એવો અચૂક આવશે. જ્યારે પેટ્રોલિયમ પેદાશો મળતી બંધ થશે. ઈલેક્ટ્રીક ખતમ થશે ત્યારે ઊર્જાના સ્ત્રોતો પેદા કરવા માટે પશુના છાણ, મૂતર વગેરે તરફ પાછા જવું જ પડશે. એ દિવસ ભારે સૌભાગ્યનો હશે જ્યારે ભારત ફરીથી પર્યાવરણરક્ષાના નામ નીચે પણ વનસ્પતિ અને પશુમાત્રની રક્ષા માટેની દિશામાં પોતાનો ડગ માંડશે. યુદ્ધકીય મહાસંહાર પછી આ સ્થિતિ પેદા થઈને જ રહેવાની છે. આમ થશે તો જ પેલા ગોરાઓની બધી ગણતરીઓ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ બાર પ્રકારની હિંસાઓ ઊંધી પડી જશે. તેમનું કર્યું-કારવ્યું ધૂળ થશે. તેમનો માનવજાતને ફાંસી દેવાનો ગાળીયો તૂટી પડશે. પછી તો દરેક દેશ દૂધ-અનાજ વગેરેમાં પુનઃ સ્વાવલંબી બનશે. તેની પ્રજા તાકાતવાન બનશે. ખુમારીવંતી હશે. હા... તે વખતે નદીઓના સમુદ્ર સુધીના તમામ પટો ઊંડા ખોદાવવાથી ભવ્ય હિન્દુસ્તાન'નો પાયો નંખાશે. નદીઓ બારે માસ સાગર સુધી વહેતી રહેશે; (જલરક્ષા) એટલે તેના બેય પટો ઉપર દસથી વીસ ફૂટ ઊંચા ચરી આણો ઊભરાઈ જશે. એમ થતાં પશુધન ખૂબ સમૃદ્ધ અને વિરાટસંખ્યક (અબજોની સંખ્યામાં) તૈયાર થશે. (પશુરક્ષા) પર્યાવરણની રક્ષા મળશે અને પશુ-પંખીના છાણોના બીજોમાંથી વૃક્ષોના વનો ઊગવા લાગશે. અડાબીડ જંગલો ઊભાં થશે જે ભારતનો એક તૃતીયાંશ ભાગ તો અવશ્ય રોકી લેશે. (વનરક્ષા) આમ વનો પેદા થતાં પુષ્કળ વરસાદ આવે. પણ પછી વરસાદની જોરદાર થાપટોને વનોનાં વૃક્ષો પોતાની ઉપર ઝીલી લઈને ધરતી ઉપર પછડાવા નહિ દે એટલે ધરતી તૂટી જશે નહિ. (ભૂરક્ષા) એમ થતાં ધરતીના ટુકડાઓ નદીમાં વહી જઈને નદીનો પટ સાંકડો કરીને નદીઓણાં પૂર આવતાં હતાં તે પરિસ્થિતિ સ્વપ્નવત્ બની જશે અને તેમ થતાં જલરક્ષા એકદમ બરોબર થશે. બસ ફરી જલરક્ષા, તેથી પશુરક્ષા, તેથી વનરક્ષા, તથા ભૂરક્ષા. વળી પાછી જલરક્ષા વગેરે.... આમ જલરક્ષાથી ભૂરક્ષા સુધીની સાઈકલ એકધારી ચાલ્યા કરતાં પ્રાચીન હિન્દુસ્તાનનો પુનઃ પ્રાદુર્ભાવ થશે. ખેતીપ્રધાન અને સંસ્કૃતિપ્રધાન! કૃષિપ્રધાન અને ઋષિપ્રધાન એ જ પ્રાચીન હિન્દુસ્તાન : ગરીબી, બેકારી, બીમારી, મોંઘવારી અને ગુલામીથી એકદમ મુક્ત પ્રાચીન હિન્દુસ્તાન! આમ થતાં માનવજાતનો સંહાર બંધ થશે. ગોરા-દેશી, વિદેશી વિલીન થશે. ભ્રષ્ટાચાર, માંસાહાર અને દુરાચારની જનેતા નાસ્તિકતાના મૂળમાં ઘા વાગશે. પછી આખું વિશ્વ ફીનીક્સ પંખીની ઉપમા પામશે. તેની જેમ મહાસંહારોત્તર રાખમાંથી ભવ્ય પાંખો સાથે પેદા થઈને આબાદી, સમૃદ્ધિ અને સાચી શાંતિના ગગનમાં સદા મદમસ્ત બનીને ઊડતું રહેશે. Page #107 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૦૭ રાષ્ટ્રહિંસા (૪) રાષ્ટ્ર એટલે અખંડ હિન્દુસ્તાન : ભારતવર્ષ. જેમાં પાકિસ્તાન, બંગલા, શ્રીલંકા, બર્મા, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, ઈન્ડોનેશીયા વગેરે અનેક વર્તમાનકાલીન સાર્વભૌમ રાષ્ટ્રો સમાઈ જતા હતા. જેની ઉપર રાજા ઋષભે સહુ પ્રથમ રાજ્ય કર્યું હતું. જેમાં રામ અને કૃષ્ણ જેવા રાજાઓ થયા હતા. જેમાં સમ્રાટ સમુદ્રગુપ્ત, સમ્રાટ અશોક, સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ વિક્રમાદિત્ય, સમ્રાટ ચન્દ્રગુપ્ત, મહારાજા ખારવેલ, મહાપ્રતાપી સિદ્ધરાજ, કુમારપાળ વગેરે રાજાધિરાજો હતા. જ્યાં પ્રતાપ અને શિવાજી થયા હતા. જ્યાં હજી તાજેતરમાં જ ગોંડલ, ભાવનગર, ધ્રાંગધ્રા, કચ્છ વગેરેના અત્યંત લોકપ્રિય, પરદુ:ખભંજન રાજાઓ થયા છે. એ અખંડ હિન્દુસ્તાનની સતત કતલ કરાતી રહી છે. તેનાં અંગોનો સતત વિચ્છેદ થતો રહ્યો છે. અરે! હવે તો તેનું તે નામ પણ - તેમાં “હિન્દુ’ શબ્દ હોવાથી દેશી અંગ્રેજોએ દૂર કરી દીધું છે તે હવે નાનકડું –ખૂબ નાનકડું ઈન્ડિયા બન્યું હિન્દુસ્તાન રાષ્ટ્રની અને તેના હિન્દુ રાજ્યની હિંસા કરાઈ છે. છેલ્લે ભગતસિંહો, ચન્દ્રશેખરો, તાત્યાઓ, લક્ષ્મીબાઈઓ, સુભાષો, સાવરકરો વગેરેએ તેની રક્ષા કાજે લોહી રેડ્યા હતા પરંતુ તે નિષ્ફળ ગયા છે. તેઓની શહાદત ભુલાવી દેવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આજે તો તેનું ખરું નામ તો “ઈન્ડિયા' ગણાય છે. હા, ભારત તેનું બીજું નામ છે; જે મંજૂર છે. કેમ કે રાજા ઋષભના ચક્રવર્તી પુત્ર સમ્રાટ ભરતના નામથી તે નામ પડ્યું છે. પરંતુ તે તો અતિ વિરાટ ભારત હતું. એના સીમાડાઓ ક્યાંય દૂર પહોંચેલા હતા. આ “ઈન્ડિયા' તો તેની પાસે નાનકડું સાણંદ કે વીરમગામ જેવડું કહેવાય. પણ સબૂર! હાલની મુસ્લિમોને ખુશ રાખવાની હિન્દુઓ (દશી અંગ્રેજો)માં Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ બાર પ્રકારની હિંસાઓ સ્પર્ધા જણાતી હોવાના કારણે હાલ તો “હિન્દુ શબ્દથી યુક્ત “હિન્દુસ્તાન' શબ્દ જ આ દેશના હિતમાં વિશેષ જણાય છે; ભારત પણ નહિ. અમારા જેવા શાસ્ત્રચુસ્ત સદાચારી સંતો અને સજ્જનો ‘હિન્દુસ્તાન'ના પક્ષે છે. દેશી અંગ્રેજા (શિક્ષિતો, શહેરીઓ અને શ્રીમંતો) ઈન્ડિયા’ના પક્ષે છે. હિન્દુસ્તાન (કે ભારત) અને ઈન્ડિયા વચ્ચે લડાઈ ચાલી રહી છે. જો હિન્દુસ્તાન તરફી સૈન્ય ખૂબ બળવાન અને ખૂબ બૂહબાજ નહિ બને તો આ ઈન્ડિયા પણ પાકિસ્તાન કે ખ્રિસ્તીસ્તાન બનીને રહેશે. આ આફતમાંથી ઊગરવાના રસ્તા ઉપર સહુ પ્રથમ કામ એક જ કરવાનું છે; તેને પુનઃ ‘હિન્દુસ્તાન' શબ્દ તરીકે જાહેર કરો. તેના રાજ્યને હિન્દુ રાજ્ય જાહેર કરો. આ એવી એક દવા છે જે સેંકડો સમસ્યાના રોગોને ખતમ કરશે. પણ જો આ વાત મુસ્લિમોને ખુશ રાખવાની હલકટ નીતિના કારણે મંજૂર ન થાય તો આ ઈન્ડિયા” ઈન્ડિયા” પણ મટી જશે. આ પ્રકરણમાં હું જે રાષ્ટ્રની હિંસાની વાત કરવા માંગું છું તેમાં “અખંડ હિન્દુસ્તાન' નામનું રાષ્ટ્ર અને અભિપ્રેત છે. આ જ “ઈન્ડિયા'માં રૂપાંતર પામેલું છે. એને ફરી “અખંડ હિન્દુસ્તાન' બનાવવું જોઈએ. આજનું જે “ઈન્ડિયા' છે તે તો ઉત્તરોત્તર અદ્યતન બનતું જશે. એક હિન્દુ પ્રજાજન પોતે અત્યંત ગરીબીથી પીડાતો હોય ત્યારે તેને કોઈ વટાળ પ્રવૃત્તિવાદી ઈસાઈ, ઈસાઈ બનાવે અને એક કરોડ રૂપિયા ભેટ કરે તો તે કેવો શ્રીમંત બની જાય! હા. એ ધર્મથી નષ્ટ થયો; પણ સ્વયં તો ઈસાઈ તરીકે વધુ સારી રીતે જીવતો રહ્યો આવું જ ઈન્ડિયા'નું બન્યું છે. અખંડ હિન્દુસ્તાનને બધી રીતે બરબાદ કરાયું અને હવે તેને ઈન્ડિયા બનાવીને અદ્યતન-અલ્હા મોડર્ન અમેરિકા- બનાવવાની યોજના ચાલુ છે. આમ ‘ઈન્ડિયા' નામનું રાષ્ટ્ર તો સતત આબાદ બનતું જાય છે. પૂર્વે જોવા મળ્યાં ન હોય તેવાં અનેક સુવિધા ભરપૂર ગાંધીનગરો, ચંદીગઢો, ન્યુ દિલ્હીઓ અને હરીયાણાઓથી ઈન્ડિયા સુશોભિત બન્યું છે. હજારો કીલોમીટરના આસ્ફાલ્ટ રોડ બની ગયા છે. અદ્યતન કક્ષાની ઈમારતો, સંસ્થાઓથી તે ધમધમી ઊઠયું છે. ઈન્ડિયા એટલે આવું ધરતીસ્વરૂપ રાષ્ટ્ર. તે સતત આબાદ થતું જાય છે. કેમકે અહીં જ ઈસાઈઓનાં ટોળેટોળાં કાયમી વસવાટ કરવા આવવા માંગે છે. એમનો સંતતિ વધારો અહી ઠાલવવા માંગે છે આથી જ ગાંધીનગરો વગેરે મહાનગરોની ડીઝાઈનોમાં વિદેશી સ્થપતિઓ ખૂબ રસ લેતા જોવા મળે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૦૯ એટલે ઈન્ડિયા નામના રાષ્ટ્રનું હિત, તેની આબાદી અને સમૃદ્ધિની રક્ષા કરવાનો કોઈ સવાલ પેદા થતો નથી. તે રક્ષિત છે, આબાદ છે; વધુ ને વધુ સમૃદ્ધ બનતું જાય છે. જે રક્ષા કરવાની વસ્તુ છે તે આ દેશની મહાન્ આર્યપ્રજા છે; અને તેની જીવાદોરી સમી સંસ્કૃતિ છે. આ બેયનો ભોગ લઈને, આ બેયને બરબાદ કરીને ઈન્ડિયા દેશને આબાદ કરાવાઈ રહ્યો છે. પ્રજા અને સંસ્કૃતિની બરબાદીનો વિચાર આપણે આગળ ઉપર કરશું. અહીં આટલું સ્પષ્ટ કરીને હું એનો એ નિચોડ રજૂ કરું છું કે રાષ્ટ્રની હત્યાનો અર્થ અખંડ હિન્દુસ્તાનની હત્યા કરવાનો છે. એ હત્યા કેવી રીતે થઈ છે! તેની આપણે જાણકારી મેળવીએ; જેથી ઓક્સીજન ઉપર રહેલા તે રાષ્ટ્રને જિવાડી દેવાના માર્ગે ચાલવાની આપણને સમજ પડે. છેલ્લાં એક હજાર વર્ષોથી આ રાષ્ટ્ર (અખંડ હિંદુસ્તાન)ની સ્થિતિ વધુ ને વધુ ખરાબ થતી આવી છે. એમાં શરૂના લગભગ ૫૦૦-૬૦૦ વર્ષોમાં ઈસ્લામે બરબાદી કરી છે. પછીનાં ૪૦૦-૫૦૦ વર્ષોમાં અંગ્રેજોએ બરબાદી કરી છે. છેલ્લા એકસો વર્ષોમાં દેશી-અંગ્રેજોએ ભયાનક ખાનાખરાબી કરી છે. પૃથ્વીરાજ ચૌહાણના સમયનું ભારત “આબાદ' હતું. પરંતુ સંયુક્તાના પ્રેમપાશમાં ભાન ભૂલેલો પૃથ્વીરાજ શાહબુદ્દીન ઘોરીના વિદેશી આક્રમણ સામે ટકી ન શક્યો. બસ.... અહીંથી મુખ્યત્વે વિદેશી સત્તાનો પગપેસારો થયો. ઠેઠ બાબર સુધી. તેણે ભારતના ચક્રવર્તી રાજા જેવા મહાપ્રતાપી મેવાડના મહારાણા સાંગા સાથે યુદ્ધ કર્યું. એ વખતે અંગ્રેજો એ આ દેશમાં યુદ્ધના સ્તરથી પગપેસારો કરી દીધો. તેમણે રાણાની સામે ડવા માટે તોપો આપી. બાબર વિજયી નીવડ્યો. ભારતની પ્રજાની બે જ મોટી ખામી હતી. ભોળપણ અને વિશ્વાસઘાત. જ્યારે જ્યારે તેને પરાજય મળ્યો છે ત્યારે આ જ કારણોએ ભાગ ભજવ્યો છે. જ્યારે ભારતના રાજવીઓ ‘એક’ બનીને વિદેશી આક્રમકોની સામે ઊભા રહ્યા છે ત્યારે કોઈની તાકાત ન હતી કે તેઓ ભારતમાં પ્રવેશીને કાયમ માટે પગદંડો જમાવી શક્યા હોય. વિદેશીઓએ ભારતીય પ્રજાની આ નબળી કડીનો કેટલીય વાર પૂરેપૂરો ઉપયોગ કર્યો છે! Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ બાર પ્રકારની હિંસાઓ ધર્મપ્રિય પ્રજામાં વિશ્વાસઘાતનો દોષ શી રીતે પ્રવેશી શકે? તે સમજાતું નથી, પણ ક્યારેક કોકમાં આમ બન્યું છે અને ત્યારે વિજયી રણભેરીઓ પરાજયના મરશીઆમાં ફેરવાઈ ગઈ છે. ભારતે તેનાં ભારે મૂલ્યો ચૂકવવાં પડ્યાં છે. તેને વિદેશીઓના ઘૂંટણીએ પડવાની ફરજ પડાઈ છે. બાબર સુધી તો મુસ્લિમ આક્રમકો આવ્યા. પણ ત્યારથી અંગ્રેજોએ આક્રમણ શરૂ કર્યું. મુસ્લિમોનું આક્રમણ કુરાન અને તલવારનાં શસ્ત્રોથી હતું. જ્યારે અંગ્રેજોનું આક્રમણ ભેદી - ખૂબ ભેદી રહેતું. દોસ્તીના દાવે તેઓ દુશ્મની રમ્યા છે. યાદવાસ્થળી કરાવીને તેઓએ પ્રદેશો જીત્યા છે. ક્રૂરતાથી ત્રાટકીને પણ તેમણે ક્યારેક દાવો જીતી લીધા છે. જે હોય તે; મુસ્લિમો જીવનાશક હતા; જ્યારે અંગ્રેજો જીવનનાશક બન્યા હતા. આમાં સહુ પ્રથમ દાવ વેપાર કરવા માટેના બહાનાનો છે. ઈ.સ. ૧૪૯૮માં વાસ્કો ડી ગામાએ આ દેશમાં આ રીતે પ્રવેશ કર્યો. ત્યારબાદ ઈ.સ. ૧૬૦૦ની સાલમાં લોર્ડ ક્લાઈવ દ્વારા વિધિસર રીતે વેપાર કરવાના હક્કો મેળવતી ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરાઈ. જેણે ભેદી લૂંટ ચાલુ કરી દીધી. ત્યારબાદ પાણિપત વગેરેના યુદ્ધ કરીને ભારતીય રાજાઓને નબળા પાડ્યા; ભેદનીતિથી પરસ્પર લડાવ્યા, અમીચંદો પેદા કર્યા, અનેક રાજાઓના રાજ્યને ખાલસા કરીને પોતાના કબજામાં લેતા ગયા. એમ કરતાં ઈ.સ. ૧૮૪૮માં અંગ્રેજોએ મેકોલે દ્વારા બંગાળમાં દેશનું હિત કરતું; પ્રજાને બરબાદ કરતું; સંસ્કૃતિનો નાશ કરતું શિક્ષણતંત્ર આબાદ ગોઠવ્યું; ધીમે ધીમે સર્વત્ર પ્રસરાવ્યું. આ શિક્ષણથી આ દેશના લાખો લોકોનું માનસ ભારતીય મટીને પાશ્ચાત્ય બન્યું. તેમની આખી જીવનશેલી ભોગલક્ષી બનવા લાગી. તેમની નજરમાંથી પરમપદલક્ષ પરલોકદષ્ટિ અને પરમાત્મપ્રીતિ ખતમ થવા લાગ્યાં કે જે ભારતીય મહાપ્રજાના શ્વાસપ્રાણ હતા.લાખો ભારતીય લોકોએ એ શિક્ષણની ડીગ્રી મેળવી. બ્રિટનની અંગ્રેજ સરકાર એવાઓને વિશેષ સન્માનીને પોતાના બનાવી દેવામાં સફળ બની. ઈ.સ.૧૮૪૮ની સાલમાં સ્થપાયેલું મેકોલે શિક્ષણ આ બાજુ દશકાઓમાં વિકસતું ચાલ્યું. દેશીઅંગ્રેજોનો મોટો ફાલ તૈયાર થવા લાગ્યો. બીજી બાજુ ઈ.સ. ૧૮૫૭ની સાલમાં બળવો થયો. (કે કરાવ્યો?) તેમાં લાખો બહાદુર ભારતીઓનો બળવાના ઓઠા નીચે અંગ્રેજો એ ખાત્મો બોલાવી દીધો. બ્રિટિશ-હકૂમત નીચે સમગ્ર ભારતને મૂકી દેવામાં આવ્યું. ઈ.સ. ૧૮૫૭થી ઈ.સ. ૧૯૦૩ની સાલ સુધીમાં ત્રણ અબજ ગાયોની કતલ કરી નાંખી; કેમકે હવે Page #111 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૧૧ ગોબ્રાહ્મણપ્રતિપાલ રાજાઓની સત્તા નષ્ટપ્રાયઃ થવા લાગી હતી. “પશુની રક્ષાથી જ પ્રજારક્ષા થાય.” આ સિદ્ધાંત ઉપર જ ભારતીય પ્રજાનો શ્વાસ જોરમાં ચાલતો રહેતો હતો એ જાણીને અંગ્રેજોએ એની જીવાદોરી ઉપર જોરદાર કાતર ચલાવી દીધી! બસ. પછી તો ઉત્તરોત્તર પ્રાણીઓની કતલ વધતી રહી. હવે લાખો ભારતીયો દેશી-અંગ્રેજ બની ગયા હતા. એટલે ભારતમાં રહીને કટ્ટર હિન્દુઓનો માર ખાવા કરતાં કે ગોળી ખાવા કરતાં પોતાના દેશ-બ્રિટનમાં જ કાયમી રહીને દેશી-અંગ્રેજોરૂપી કઠપૂતળીઓ દ્વારા ભારત ઉપર શાસન કરવાનું આ ભેદી ભૂહનીતિના જબ્બર આયોજકોએ નક્કી કર્યું. ઈ.સ. ૧૮૮૫માં બહુમત ઉપર આધારિત ચૂંટણી-પ્રથાનું ઝેર તેમણે દાખલ કર્યું. દેશની (!) રક્ષા કરવા સેવા કરવા માટે તેઓ ચૂંટણી લડ્યા ખુરસીઓ સર કરી અને જે કામ વિદેશી અંગ્રેજો પણ ન કરી શકે તે કામ દેશી-અંગ્રેજો કરવા લાગ્યા. પોતાની જ પ્રજા ઉપર જોરજુલમ કરવા લાગ્યા. ધર્મ અને સંસ્કૃતિનો ધ્વંસ કરે તેવા કાયદાઓ કરતા રહ્યા. સૂત્રધાર જે બતાવે, સમજાવે, કરવાનું કહે તે માનસન્માનની લંપટ, ખુરશીભૂખી, સ્વાર્થી અને વિશ્વાસઘાતી આ કઠપૂતળીઓ કામ કરવા લાગી. અત્યાર સુધી વિદેશીનો પ્રજા ઉપર ત્રાસ જણાતો હતો; હવે સ્વદેશીઓનો ત્રાસ થવા લાગ્યો. આથી જ નિરાશ થયેલા ગાંધીજીને ગામડાંની પ્રજાએ જ્યારે સવાલ કર્યો કે, “બાપુ! સ્વરાજ કયારે આવશે! વિદેશીઓ કયારે જશે!” ત્યારે બાપુએ કહ્યું હતું કે હવે સ્વરાજનો કોઈ અર્થ સરે તેમ નથી. બહારના વાઘને આપણે હમણાં કાઢી મૂકીએ પણ તેણે એટલા બધા ઘરના વાઘોને તૈયાર કરી નાખ્યા છે કે તે જશે તોય ઘરના વાઘો આપણને ફાડી નાખવાના છે !' ઈ.સ. ૧૮૮૫માં ઘુમ નામના અંગ્રેજ પાદરીએ કોંગ્રેસ” નામની સંસ્થા ઊભી કરી. તેને રાષ્ટ્રવાદી સંસ્થા જાહેર કરવાના છલમાં તિલક, ગાંધીજી સુધ્ધાં ફસાયા, તેમણે કોંગ્રેસ દ્વારા આઝાદીની ચળવળ ઉપાડી. ઈ.સ. ૧૯૩૪માં રેગ્યુલેટીંગ એક્ટ અંગ્રેજો લાવ્યા. ભારતમાં રાજ શી રીતે વ્યવસ્થિતપણે કરવું? તેનો આ મુસદ્દો હતો. પરદેશી ઢબના આ મુસદ્દાને જ અંગ્રેજો એ લગભગ આખો ને આખો પ્રજાસત્તાક ભારતના બંધારણમાં (ઈ.સ.૧૯૫૨) ઘાલી દઈને વિરાટકાય હેલ માછલીના દેહમાં ઝેર પાએલું ખંજર ખોસી દીધું! આ બંધારણનો કાચો તૈયાર થયેલો ખરડો જ્યારે ગાંધીજી પાસે આવ્યો ત્યારે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૨ બાર પ્રકારની હિંસાઓ તે સાંભળીને તેમણે બાજુમાં બેઠેલા રવિશંકર મહારાજને કહ્યું હતું કે, “સીતા મૈયાને અંગ્રેજી ફ્રોક પહેરાવ્યું છે. આમાં સીતા કયાંય દેખાતી નથી!” અંગ્રેજો એ કરેલા સુધારાઓને ગાંધીજીએ હિન્દ સ્વરાજ પુસ્તકમાં કુધારા કહ્યા છે. એકેકો સુધારો કાળા ઝેરી નાગનો રાફડો કહ્યો છે. આવા સુધારાઓથી આ દેશની પ્રજા પાયમાલ થઈ જશે તેમ કહ્યું છે. વળી તેમણે તે પુસ્તકમાં એ વાત કરી છે કે, “બ્રિટિશ પાર્લામેન્ટરી પદ્ધતિનું સ્વરાજ પ્રાપ્ત કરવા માટે મેં સ્વરાજની ચળવળ ઉપાડી નથી. મારે તો પ્રાચીન પરંપરાગત ગ્રામ-સ્વરાજ જોઈએ. બ્રિટિશ પાર્લામેન્ટરી પદ્ધતિના સ્વરાજથી તો દેશ બરબાદ થઈને જ રહેશે.' ઈ.સ. ૧૯૪૭માં ગાંધીજીની અનિચ્છા છતાં બચુકડા હિન્દુસ્તાનના બે ટુકડા થયા. જેના ટુકડા કદી નહિ થવાનું જવાહરલાલ (બહુ મોટા દેશી અંગ્રેજ) કહેતા, એટલું જ નહિ પણ એમેય કહેતા કે દેશના ટુકડા કરતા પહેલાં મારા દેહના હું ટુકડા કરીશ.” એ નહેરુએ જ લેડી માઉન્ટબેટન એડવીનાના મોહપાશમાં ફસાઈને, તેના અતિ દબાણથી ભારતના બે ટુકડા કર્યા. સંયુક્તાથી શરૂ થયેલી હિન્દુસ્તાનની બરબાદી એડવીનાએ પૂરી કરી નાખી! ઈ.સ. ૧૯૫૨માં પ્રજાસત્તાક ભારતનું બંધારણ ઘડાયું. ત્યારપછી લોકશાહી, બિનસાંપ્રદાયિક, ખંડિત ભારતની - ઈન્ડિયાની – ઉત્તરો ત્તર કેટલી બધી છિન્નવિચ્છિન્નતા થઈ છે તે સહુ જાણે છે ! પાકિસ્તાનનું એક બંગલા-બન્યું. ઈન્ડિયાના તો કાશ્મીર, પંજાબ, આસામ.. અરે! જેટલાં રાજ્યો છે તેટલા ટુકડા થઈને રહેશે તેમ લાગે છે. બેશક, આ બધી બાબત પાછળ ભાવનાભંજક ઈસાઈઓ છે અને મૂર્તિભંજક મુસ્લિમો છે, પરંતુ ઈસાઈઓની ચાલે ચાલીને મુસ્લિમોને ખુશ કરવાની નીતિ મૂળભૂત સિદ્ધાંત તરીકે સ્વીકારીને દેશનું સંચાલન કરતા જવાહરલાલ વગેરે હિન્દુઓ જ સૌથી વધુ ખરાબ નથી શું! વિદેશીઓ પોતાની બુદ્ધિને ભ્રષ્ટ કરે એ દેશી અંગ્રેજો કેવા? વળી મુસ્લિમોને ખુશ રાખીને તેમના “વોટ’ મેળવીને ખુરશીની સત્તા કબજે રાખવાની તેમની સત્તાલાલસા પણ કેટલી ભયાનક! આમાં હિન્દુ-પ્રજાનું તો નિકંદન જ નીકળી જાય આ કારણે મને તો ઈસાઈઓ અને ઈસ્લામીઓ કરતાં ય વધુ મૂર્ખ અને ભયંકર દેશી અંગ્રેજો જણાય છે; જેમણે આ દેશની હિન્દુ પ્રજાને ઘણી રીતે બરબાદ કરી છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૧૩ આ લોકો ભલે મહાદેવ કે મહાવીરને માનતા હોય, ભલે તેઓ બ્રાહ્મણ કે રજપૂત ગણાતા હોય પણ હકીકતમાં તે લોકો-સમગ્ર જીવનશૈલીથી ક્રિશ્ચિયન બની ચૂકેલા છે. તેમને ક્રિશ્ચિયન્સ વિધાઉટ ક્રાઈસ્ટ (ઈસુ ખ્રિસ્ત વિનાના ક્રિશ્ચયનો) કહેવા જોઈએ. ફાધર ડીસોઝાએ એક જગાએ કહ્યું છે કે, “મેકોલે પદ્ધતિનું શિક્ષણ લઈને ડીગ્રી પામેલો કોઈ પણ માણસ ગમે તે ધર્મના અનુયાયી ગણાતો હોય પરંતુ હકીકતમાં તે ક્રિશ્ચિયન જ છે.' મુસ્લિમો તલવારથી ભારતીય હિન્દુ-જાનો જીવનાશ કરે છે. ક્રિશ્ચિયનો ભારતીય હિન્દુ-પ્રજાનો જીવનનાશ કરે છે. પણ દેશી અંગ્રેજો તો જીવ અને જીવન-ઊભયનો નાશ કરે છે. હિન્દુસ્તાનમાં હિન્દુ’ શબ્દ હોવાથી તેને દૂર કરીને ઈન્ડિયા નામ આપનારા હિન્દુઓ નથી તો બીજું કોણ છે? હિન્દુ કોડ બિલ પસાર કરાવીને મુસ્લિમોને ચાર સ્ત્રીઓ સાથે શાદી કરીને અઢળક સંતાનો પેદા કરવાની રજા આપવા સાથે, હિન્દુઓને અસમાનતાની બક્ષિસ કરનારા હિન્દુઓ નથી તો બીજા કોણ છે? શાહબાનુ કેસ દ્વારા મુસ્લિમ-મુલ્લાઓની તરફેણ કરનારા હિન્દુઓ નથી તો કોણ છે? ગોવંશવધ પ્રતિબંધ તા. ૧૭ સપ્ટે. ‘૯૦ના દિવસે પસાર કરવામાં અનુપસ્થિત રહેલા સાંસદોમાં મોટી સંખ્યામાં હિન્દુઓ જ હતા ને? સંતતિનિયમન હિન્દુઓ ઉપર જોરજુલમથી કોણ ઠોકી બેસાડી રહ્યું છે? અનામત-આંદોલન કરાવીને, હિન્દુઓમાં આંતરવિગ્રહ જ્વાળાઓ પ્રગટાવનારા હિન્દુઓ જ નથી? પોતાના દેશને ધર્મનિરપેક્ષ (ધર્મહીન) જાહેર કરનારા માત્ર હિન્દુઓ જ નીકળ્યા છે ને! મુસ્લિમો તો પોતાના પાકિસ્તાન, બંગલા વગેરે દેશોને કટ્ટર ઈસ્લામી બનાવી રહ્યા છે. ઈન્ડિયાને અડીને રહેલા બર્માનો રાષ્ટ્રધર્મ (બૌદ્ધ), નેપાળનો રાષ્ટ્રધર્મ (હિન્દુ), પાકિસ્તાન બંગલાનો રાષ્ટ્રધર્મ (ઈસ્લામ) છે, જ્યારે ઈન્ડિયાને કેમ કોઈ રાષ્ટ્રધર્મ નહિ? (કેમકે તે ઈન્ડિયા છે, તે હિન્દુસ્તાન થોડું છે?) ધર્મહીન પ્રજા નિર્માલ્ય બનીને નાશ પામે! આ વાતની સત્યતા સમજવી હોય તો ધર્મચુસ્ત ઈઝરાઈલી પ્રજાની જબરદસ્ત બળવત્તાનો અભ્યાસ કરવો પડશે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ બાર પ્રકારની હિંસાઓ જૈનધર્મ પાળતા જેનો ધર્મથી જેન છતાં પ્રજાથી હિન્દુ જ છે. એવું જ બૌદ્ધો અને શીખોનું છે. આમ છતાં તેમને હિન્દુથી જુદા કોણે પાડયા છે? હિન્દુઓએ જ ને ? હજારો કરોડ રૂપિયાની માંસ-નિકાસ, અત્યાધુનિક કક્ષાના કતલખાનાઓનાં આયોજન, જંગી મત્સ્યોદ્યોગ પૂરબહારમાં ટી.વી. વગેરે ઉપર “સેક્સ'નો પ્રચાર, ડ્રગ્સ વગેરેની દાણચોરીનો કે મટનટેલો વગેરે પ્રાણીજ પદાર્થોનો બહુ મોટો ધંધો કરવામાં ઘણા બધા હિન્દુઓનો જ સાથ-સહકાર નથી શું? આ દેશી-અંગ્રેજરૂપી હિન્દુઓ જ્યાં સુધી સત્તાની ખુરસીથી હટશે નહિ ત્યાં સુધી “અખંડ હિન્દુસ્તાન'નું ધર્મચુસ્ત, રાષ્ટ્રપ્રેમી બલરાજ મધોકનું સ્વપ્ન, સત્ય બનીને કદી ધરતી ઉપર અવતરણ પામશે નહિ. ત્યાં સુધી ‘ઈન્ડિયા” જ ઊછરતું જશે, વિકસશે, તગડું બનશે, શ્રીમંત અને સમૃદ્ધ બનશે. બસ.... આ જ અખંડ હિન્દુસ્તાન નામના રાષ્ટ્રની કરપીણ હત્યાનો ભેદી છરો છે. માનવજાતની બીજા નંબરની હિંસા કરતાં રાષ્ટ્રહિંસા નામની આ માનવજાત તો સમગ્ર વિશ્વના તમામ રાષ્ટ્રોની ગણાય. પરંતુ ભારતવર્ષ એ આર્ય દેશ હોવાથી, અહીં જન્મ લેતાં માનવો વિશેષ પુણ્યવાન છે. તેથી તેમને જિવાડતા, આબાદ રાખતા, ધર્મમય બનાવીને મુક્તિનું પરમપદ આપતા ભારતવર્ષની હિંસા ઘણી વધુ ભયંકર ગણાય. દેશ જો બરાબાદ થશે કે તેનું સ્વરૂપ વિકૃત બનશે તો પ્રજા અને તેના ધર્મો કે તેની સંસ્કૃતિ શી રીતે ટકશે? Page #115 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૧૫ સંસ્કૃતિહિંસા (૫) જે વાનરને નર બનાવે તે સંસ્કૃતિ. જે નરને નારાયણ બનાવે તે ધર્મ. જેનાથી જીવનમાં શાન્તિ, ચિત્તમાં પ્રસન્નતા, શરીરે આરોગ્ય અને કુટુંબે સંપ સધાય તે સંસ્કૃતિ. જેનાથી મોટી આત્મશુદ્ધિ સધાય તે ધર્મસંસ્કૃતિ માણસનું લોક્કિ સૌન્દર્ય છે. ધર્મ તેનું લોકોત્તર સૌન્દર્ય છે. આ અવસર્પિણી નામના કાળમાં-આજથી અસંખ્ય વર્ષો પૂર્વે પહેલાં તીર્થકર શ્રી ઋષભદેવ થયા. વેદોમાં ચોવીસ અવતારોમાં આઠમા અવતાર તરીકે એમનો ઉલ્લેખ છે. એમના વડવાઓનો તો સમય એવો અનુકૂળ હતો અને જીવો પણ એ સમયના એવા હતા કે જેઓ એવા અપરાધો ન કરતા. હા. એવો ઉત્કૃષ્ટ ધર્મ પણ ન હતો. આથી તેઓ નારકાદિ દુર્ગતિમાં ન જતા અને મુક્તિ પણ નહિ પામતા. માત્ર સ્વર્ગે જતા. પરંતુ જ્યારે પિતા નાભિકુલકરે પુત્ર ઋષભને આ દેશના પ્રથમ રાજા બનાવ્યા ત્યારે તેમને ઘણી બધી બાબતો પ્રજામાં મૂકવી પડી. એ સિવાય પ્રજા સુખ, શાન્તિ, આરોગ્ય અને આબાદીથી વંચિત રહી જાય તેમ હતું. આથી તેમણે મોક્ષના લક્ષપૂર્વકની, અહિંસા ઉપર આધારિત એવી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચાર પુરુષાર્થની સ્થાપના કરી. સહુએ લક્ષ મોક્ષનું રાખવું. તે માટેનું સાધન સંતોષ નામના બે ધર્મોથી યુક્ત બનીને અર્થસેવન કરવું, જેથી અર્થ એ અનર્થ ન બનતાં અર્થપુરુષાર્થ બને. નીતિ અને સંતોષ નામના ધર્મો દ્વારા એ અર્થ પુરુષાર્થ મોક્ષનું પરંપરયા સાધન બને. જો તેમ ન કરાય તો અર્થ એ અનર્થ બને. એ મોક્ષ પામવામાં અત્યન્ત બાધક બને. એ જ રીતે કામને સેવવો જ પડે તો પરસ્ત્રી (પરપુરુષ) ગમન ત્યાગ અને સ્વદારા (સ્વપત્ની) સંતોષ નામના બે ધર્મોથી તેને નિયંત્રિત કરીને તે કામને, કામપુરુષાર્થ પણ પરંપરયા મોક્ષનું સાધન બને. અન્યથા તે કામ મરીને વ્યભિચાર અથવા અનાચાર બનીને મોક્ષ પામવામાં અત્યન્ત બાધક બને. વળી ધર્મ પણ જ્યણા અને શાસ્ત્રોક્તવિધિથી યુક્ત જ હોવો જોઈએ. તો જ, તે ધર્મ. એ ધર્મ પુરુષાર્થ બને અને સીધો મોક્ષનું સાધન બને. જયણા અને વિધિથી Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ બાર પ્રકારની હિંસાઓ અનિયત્રિત ધર્મ પરંપરયા સંસારનું કારણ બની જાય. જો ધર્મ જ - એકલો - ધર્મ સાધવાની તાકાત હોય તો તે આત્માએ અર્થ, કામનું બિલકુલ સેવન ક્યારેય પણ કરવું જોઈએ નહિ. પરંતુ જો તેવી તે આત્માની શક્તિ ન હોય તો તેણે ધર્મ, અર્થ અને કામનું એવી રીતે સેવન કરવું કે ત્રણમાંથી બેનું સેવન કરવાનો પ્રસંગ આવી પડે તો પછીનાનો ત્યાગ કરવો અને પૂર્વનું સેવન કરવું. કામ ત્યાગીને પણ અર્થોપાર્જન કરવું કામ અને અર્થ ત્યાગીને પણ ધર્મનું સેવન કરવું. ધર્મ પણ એ રીતે સેવવો કે તે ઊથલી ન પડે. અર્થ, કામનો અતિરેકવાળો ત્યાગ ક્યારેક વધુ મોટા ધર્મીના ધર્મને, અથવા તેના આશ્રિતોના ધર્મને ઉથલાવી નાખતો હોય છે રાજા ઋષભે સ્ત્રીઓને રાંધણ વગેરે ૬૪ કલા શીખવી જ્યારે પુરુષોને વેપાર વગેરે ૭૨ કળા શીખવી. આમ થવાથી આર્યાવર્તની મહાપ્રજાના અર્થ અને કામ પુરુષાર્થો, ધર્મની અભિમુખ વળે તેવા બન્યા. એટલે લોકો સામાન્ય ધર્મ પણ કરી શકવા લાગ્યા. આર્યાવર્તની મહાપ્રજા જ્યારે મોક્ષલક્ષી હોય અને ધર્મપક્ષી હોય ત્યારે તેનું જીવન સુદીર્ઘ બને, તેને આબાદી અને શાન્તિ હંમેશ મળે તે જરૂરી છે. તે બધી મોક્ષને અનુકૂળ ભૂમિકાઓ બને છે. આથી રાજા ઋષભે તે અંગે જે કંઈ વ્યવસ્થા જરૂરી હોય તે તમામ કરીને દીક્ષા લીધી. આદિ રાજા હવે આદિ સાધુ બન્યા. એક હજાર વર્ષની સાધનાના અત્તે તેઓ વીતરાગ - સર્વજ્ઞ - સત્યવાદી તીર્થંકર પરમાત્મા બન્યા. તેમણે ચતુર્વિધ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સંઘની સ્થાપના કરી. પોતાની પાટે ગણધરોને સ્થાપ્યા. ગણધરોની નીચે આચાર્યો, તેમની નીચે રાજાઓ, જગતશેઠો, શેઠીઆઓ વગેરે ગોઠવાયા. બેશક આચાર્યો ધર્મ અંગેના વડા હતા, છતાં પોતાની મર્યાદામાં રહીને તેઓ ધાર્મિક ક્ષેત્રે ઉપરાંત, આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના પણ વડા હતા. બાકી ધાર્મિક ક્ષેત્રમાં સીધા વડા જેમ આચાર્ય બન્યા, તેમ આર્થિક ક્ષેત્રમાં અને સામાજિક ક્ષેત્રમાં શેઠીઆઓ - શ્રેષ્ઠીઓ - વડા બન્યા. રાજકીય ક્ષેત્રમાં રાજા વડા બન્યા. આમાં નીચે નીચે જતો ક્રમ આ રીતે ગોઠવી શકાય. તીર્થકર, ગણધર, આચાર્ય, રાજા, નગરશેઠ જગતશેઠ વગેરે. કૌટુમ્બિક વડા, કુટુમ્બ, નોકરો, વગેરે. - ઉપરવાળાની આજ્ઞા ઈચ્છા પ્રમાણે નીચેનાએ ચાલવાનું. આ જ આર્યાવર્તની મહાવ્યવસ્થા હતી. નીચેવાળાની ઈચ્છા (મત = બહુમતી) પ્રમાણે ઉપરવાળાએ Page #117 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧ ૧૭ ચાલવાનું ક્યારેય ન હતું. હા, નીચેવાળાનો મત એટલે “અભિપ્રાય જરૂર લેવાતો, પણ તેમનો મત એટલે “વોટ' ગણીને બહુમતીના આધારે કદી કોઈ નિર્ણય કરાતો નહિ. વડો માણસ નાનાઓના અભિપ્રાય (મત) જરૂર લે પણ કરવાનું તો પોતાને જે ઠીક લાગે તે જ. આ ક્રમમાં જોઈ શકાશે કે રાજા એ સંતોનો અંશ હતો. આથી જ રાજા અત્યન્ત સન્માનનીય ગણાતો. રાજા કદી આપખુદ ન હતો. તેનું રાક્શાસન પણ ખરેખર તો લોકશાસન હતું. કેમકે રાજવ્યવસ્થા જ તેવા સ્વરૂપની હતી. પ્રજા ઓપન સભાસદોને ચૂંટતી. આ કુલ ૬૨ સભાસદોને સાથે રાખીને રાજા રાજનું કામ કરતા. દુષ્ટોને દંડ દેવો, સજ્જનોનું સન્માન કરવું, ન્યાયમાર્ગે ધન ભંડાર સમૃદ્ધ કરવો, પક્ષપાત કરવો નહિ; શત્રુથી રાજ્યની રક્ષા કરવી. આ પાંચ, રાજાના યજ્ઞો હતા. આવા યજ્ઞો સદા કરતો રાજા સ્વયં સુખી હતો. તેની પ્રજા પણ સુખી હતી. રાજા સામે પોતે વિજય વગેરે માણસોનું મહાજન નીમ્યું હતું, જે અવસરે રાજાની પાસે પ્રજાના પ્રશ્નો લાવી મૂકતું. રાજા તરત તેનો ઉકેલ આપતા. આવા રાજાને પ્રજા પોતાની આવકનો છઠ્ઠો ભાગ સામે ચડીને આપી દેતી. તેમાં વેપારી (વેશ્યો) પોતાની બુદ્ધિથી ઘણું ધન ભેગું કરતા, વાપરતા પરંતુ રાજ ઉપરની આપત્તિ વખતે પોતાનું સઘળું ધન ભામાશાહની જેમ રાજાઓના ચરણે ધરી દેતા. આથી જ તેઓ વધુ કમાય તેમાં રાજા પણ રાજી રહેતો. તેમને તે અંગેની બધી સવલતો આપતો. હા. ક્યારેક રાજા પણ ભૂલ કરી બેસે. બ્રિટનના રાજાઓ માટે કહેવાય છે કે, રાજા કદી ભૂલ કરતો નથી.” The King does not wrong આ વાત આર્યાવર્તના રાજાઓ માટે સામાન્યતઃ સાચી કહી શકાય, કેમકે તેઓ સંતોની આણ નીચે રહેતા હોઈને, તેમનો સત્સંગ કરતા હોઈને તત્ત્વવેત્તા હતા. પરાર્થ કરણાદિ અનેક ગુણોથી સંપન્ન હતા. આથી જ તેમને ઈશ્વરનો (સંતનો) અંશ કહેવાયો હતો. આમ છતાં ક્યારેક કોક ભારેકર્મી રાજા ભૂલ પણ કરે, દુષ્ટતા પણ દાખવે. આવા સમયે તેની ઉપર રહેલું અષ્ટર્ષિમંડળ કામ કરતું. આ આઠ ઋષિમાંના સૌથી વડા ઋષિ હાથમાં નાનો દંડ લઈને સિહાસનસ્થ રાજાના બેય ખભે ત્રણ ત્રણ વાર દંડ અડાડતા અને ત્રણ વાર કહેતા કે, “જો તમે પ્રજાપાલનાદિ બાબતમાં ભૂલ કરશો તો તમને પણ ધર્મ - સત્તા દંડ કરશે. માટે કશી ગરબડ કરશો નહિ. ધર્મ ડ્યો ડસિ, Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ બાર પ્રકારની હિંસાઓ ધર્મદણ્ડયોઽડિસ, ધર્મદણ્ડયોડસિ.’ સંતોએ વેન જેવા દુષ્ટ રાજાને, જૈનાચાર્ય કાલકસૂરિજીએ ગર્દ - ભિલ્લ જેવા કામી રાજાને સિંહાસન ઉપરથી ઉઠાડી મૂકવાની વાત ઈતિહાસમાં સુવર્ણાક્ષરે કંડારાઈ છે. બાકી સામાન્યતઃ ઈશ્વરના અંશ જેવા ભારતવર્ષના રાજાઓ ખૂબ સારા હતા. આથી જ આજે પણ અમે તે સારા રાજાઓની સરમુખત્યારી સ્વરૂપ (લોકશાહીગર્ભિત) રાજાશાહીને જ પસંદ કરીએ છીએ. જો આપણે આજે પણ રામરાજ્યને ઈચ્છતા હોઈએ તો આપણે રામને (રાજાને) ઈચ્છવા જ પડશે. રામ વિના રામરાજ્ય શી રીતે આવે ? આજની ટોળાશાહીમાંથી હવે ગુંડાશાહીમાં રૂપાન્તરિત થયેલી લોકશાહીમાં રામ તો જડવા જ મુશ્કેલ છે, જન્મવા પણ મુશ્કેલ છે. પરદુઃખભંજન વિક્રમ અને કોશલનરેશ, રાષ્ટ્રદાઝથી ધગધગતા સમ્રાટ્ ખારવેલ અને સમ્રાટ સમુદ્રગુપ્ત, ધર્માત્મા રામ અને કૃષ્ણ, પુણ્યાત્મા સમ્રાટ્ સંપ્રતિ અને ચેડા, જીવદયા પ્રતિપાલક ગૂર્જરેશ્વર કુમારપાળ, મહાપ્રતાપી સિદ્ધરાજ જયસિંહ વગેરેને યાદ કરો.... આજની લોકશાહીને ૪૫ વર્ષ થવા આવ્યાં. આવો એક પણ પ્રતાપી પુરુષ તેણે પકવ્યો નથી. રાજા ૠષભે જે પાયાની માનવીય જીવનધો૨ણોની સુંદર વ્યવસ્થા કરી તે મુખ્યત્વે માનવતાના ગુણો દયા, સદાચાર, નીતિમત્તા વગેરેથી પ્રત્યેક પ્રજાજનને સંપન્નકરવાની વ્યવસ્થા હતી. માનવ - ભવ પામેલા જીવે સૌ પ્રથમ - કમ સે કમ - ‘માણસ’ (દયાવાન, નીતિમાન, સદાચારી) તો બનવું જ જોઈએ, એવો અહીં ખ્યાલ હતો. આ ‘માણસ’ બનવાથી વ્યવસ્થાનું પ્રાણતત્ત્વ ‘સ્વાવલંબન’ હતું,જે પરાવલંબી હોય તો અનેક રીતે તૂટે, દોષોથી યુક્ત બને, દયાદિ ગુણોથી વિહીન બને. માણસ તોતે જ બની શકે જે સર્વ વાતે સ્વાવલંબી હોય. આવું સ્વાવલંબન મુખ્યત્વે ખેતી અને પશુપાલનથી આવતું. ખેડૂત એ ધરતીનો તાત કહેવાતો. એને ખેતી અને પશુપાલનથી ઘરમાં બધું જ બની જતું ! મળી જતું. આ કારણથી જ (હિંસાના કારણથી બેશક ખેતી પણ ઉત્તમ ન કહેવાય. પરન્તુ ઉદ્યોગો તો ખેતીની હિંસાથી પણ વધુ - માનવજાતહિંસા સુધીની હિંસાને કારણે - હિંસક છે તેનું શું ?) ખેતીને ઉત્તમ કહેવામાં આવી હતી. વેપારમાં સ્વાવલંબન ઘટવાથી તે ‘મધ્યમ’ કહેવાતો. અને નોકરીમાં તો સ્વાવલંબનનું મીંડું થઈ જતું હોવાથી તેને ‘અધમ’ કહેવામાં આવી હતી. (આજે તો ઊંધું ગણિત ચાલ્યું છે !) Page #119 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૧૯ આવા સ્વાવલંબી જીવનની ભૂમિકા તૈયાર થાય એટલે માણસ “માણસ” (અંદરનો સાચો માણસ) બને. તે અત્યન્ત દયાળુ બને, અર્થ - પુરુષાર્થમાં ન્યાયનીતિપ્રિય બને અને કામ - પુરુષાર્થમાં એકદમ સદાચારી બને. જગતશાહની દયાળુતા, પુણીઆ શ્રાવકની નીતિમત્તા અને સીતા, પદ્મિની, સુદર્શન શેઠ, ભારતી વગેરેની સદાચારિતા આજે પણ લોકમુખેથી વિસરાતી નથી. રાજા ઋષભે બીજું જબરદસ્ત કામ એ કર્યું કે તેણે તે વખતની પ્રજાના ચાર કુળ પાડયા. ઉગ્નકુળ, ભોગકુળ, રાજન્યકુળ અને ક્ષત્રિયકુળ. હવે એ કુળોમાં જ અંદરઅંદર લગ્નાદિ વ્યવહાર થાય. પરન્તુ ઉગ્નકુળવાળો ભોગકુળાદિની સાથે આ વ્યવહાર કરી ન શકે. આમ કરવાની પાછળ રક્તશુદ્ધિની જાળવણી હતી. જે બધા ઉગ્ર મિજાજના હતા, તેઓ ભોગરસવાળાઓ સાથે રક્ત-મિશ્રણ કરે તો બેયનું સાં કર્ય થાય, બન્ને ભ્રષ્ટ થાય. રાષ્ટ્રરક્ષાદિ માટે ઉગ્રતાની જરૂર છે તેને સંકરિત થવા દઈને નબળી પડવા દેવાય નહિ. રક્તમાં જ પરંપરાગત જે સંસ્કારો અને શિક્ષણ મળે છે તે બીજા લાખ ઉપાય પણ મળતું નથી. આ સમજથી રાજા ઋષભે આવું અસાંત સ્થાપિત કર્યું હતું. આ જ અસાંકર્ય આગળ ઉપર જઈને વર્ણનું અને વૃત્તિનું અસાંકર્ય બન્યું. ચાર વર્ણો - બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર પડ્યા. આમાં ક્યાંય રક્તનું મિક્ષણ થતું નહિ. આથી બ્રાહ્મણોને વંશપરંપરાગત રીતે વિદ્યાર્જન, વિદ્યારક્ષણ, વિદ્યાસંવર્ધન સિદ્ધ થઈને રહેતું. એ રીતે ક્ષત્રિયોમાં રાષ્ટ્રરક્ષાદિનું શૌર્ય જન્મતઃ સહજ બનતું. વૈશ્યોમાં વેપારકોશલ સહજ રહેતું અને શુદ્રો અનેક પ્રકારનાં સાફસફાઈ વગેરે કાર્યોમાં અત્યન્ત કુશળ રહેતા. પ્રજાને અને દેશને આ બધી વાતની જરૂર છે. એકનો પણ અભાવ પોસાય તેવો નથી. આથી જ આ દરેક વર્ણ પોતપોતાના ક્ષેત્રમાં કે કર્મમાં એકસરખો મહાનું છે. કોઈ એકાન્ત ઉત્તમ નથી. એકાત્તે અધમ નથી. આથી જ ઋષિઓએ બ્રાહ્મણને મસ્તક (જ્ઞાન) સ્થાને, ક્ષત્રિયને છાતી (શૌર્ય)ના સ્થાને, વૈશ્યને બે હાથ (વેપારકરણ)ના સ્થાને અને શૂદ્રોને બે પગ (દોડધામ)ના સ્થાને મૂકીને દર્શાવ્યું છે કે કોઈના પણ અભાવમાં બધા તૂટી પડે. પગના સ્થાને શૂદ્રોને મૂકીને તો કમાલ કરી છે. તેઓ નીચેનું અંગ હોવા છતાં તેમનું મહત્ત્વ કેટલું બધું કે તેમના વિના બાકીના ત્રણ ઊભા જ ન રહી શકે! Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ બાર પ્રકારની હિંસાઓ આજે પણ બ્રિટનના રાજ્યવંશમાં રક્તશુદ્ધિનો અત્યંત આગ્રહ જારી રાખ્યો છે! આઠમા એડવર્ડ તો આ કારણે ગાદીત્યાગ કરીને ઈતિહાસ સર્જ્યો છે! રેસના ઘોડાઓની પસંદગીમાં – તેમની સાત પેઢી સુધી – આ વસ્તુનું સૂક્ષ્મ નિરીક્ષણ કરાય છે. ઓરંગઝેબના સમયમાં એક નાનકડી છોકરીના પોતે જ બાપ હોવાનો બે પુરુષોએ દાવો કર્યો હતો. એક લહીયો હતો. બીજો સૈનિક હતો. બાદશાહે તેનો નિર્ણય કરવા માટે છોકરી પાસે બંદુકની સફાઈ કરાવી. પણ પેલીને તે ન આવડી. પછી સહીથી બાટલીઓ ભરવા કહ્યું. તેણીએ ટપોટપ ૧૦-૨૦ બાટલીઓ ભરી આપી. આથી ઔરંગઝેબે ન્યાય આપ્યો કે એ છોકરીનો બાપ લહીયો છે. ચાર વર્ણની અંદર જે ભેદ હતો તે વ્યવસ્થા માટે હતો. રક્તનું સાંદ્મ થતાં દેશ ચારેય પ્રકારની જરૂરી શક્તિઓ ગુમાવી ન બેસે તે તેનો ઉદ્દેશ હતો. આ ભેદ હતો પણ અહીં જરાય ભેદભાવ ન હતો. આમ છતાં વિદેશી ગોરાઓએ આ વ્યવસ્થામાં ભેદભાવ - હરિજનાદિ પ્રત્યે ધિક્કારભાવ જાહેર કરીને આર્યાવર્તના વૃક્ષના મૂળીયાઓને મજબૂત રાખવી વ્યવસ્થાને તોડાવી નાખી. દેશી અંગ્રેજોએ તે કામ પાર પાડ્યું. હવે તો બધા રક્તો મિશ્રિત થવા લાગ્યાં છે. આથી જ સંકર પ્રજા હવે અબજો રૂ. શિક્ષણમાં ખર્ચીને પણ એક સ્વામી વિવેકાનંદને કે એક શિવાજી કે એક ભગતસિંહને પેદા કરવામાં ભારે મુસીબત વેઠી રહી છે. ચાર વર્ણોની વ્યવસ્થાના જે પેટાભાગરૂપે જ્ઞાતિ વગેરેની વ્યવસ્થાઓ હતી, આની પાછળ નાના-મોટા સઘળાની કાળજી લઈ શકાય તે ઉદ્દેશ હતો. જે તે ક્ષેત્રોમાં વિકેન્દ્રીકરણ (ભેદ) કર્યા વિના વ્યવસ્થા કદી થઈ શકતી નથી. પ્રજાસત્તાક ભારતે પણ ૨૬ રાજ્યમાં ભારતનું (ઈન્ડિયાનું) વિકેન્દ્રીકરણ નથી કર્યું? બ્રાહ્મણ કોમની અંદર જે જ્ઞાતિઓ થઈ તે તે જ્ઞાતિઓને તેમની જ્ઞાતિનો કોઈ પણ માણસ ભૂખમરો, બેકારી વગેરેથી દુઃખી ન રહે તેની પૂરી કાળજી લેવી પડતી. બ્રાહ્મણ વગેરે વર્ષો મોટા હતા. પરંતુ તેમાંની જ્ઞાતિઓ તો નાની નાની હતી એટલે આટલે આ વિકેન્દ્રિત વ્યવસ્થાથી દરેકની કાળજી બરોબર લઈ શકાતી. જ્ઞાતિના પોતાના નીતિ-નિયમો હતા, તે દરેકને પાળવા પડતા. જો તેનો ભંગ કરે, પછી દંડ ન સ્વીકારે તો તે મોટા કરોડપતિ હોય તો ય તેને જ્ઞાતિબહાર મૂકીને તેની સાથેનો રોટી-બેટી વ્યવહાર બંધ કરીને તેને ઠેકાણે આવી જવાની ફરજ પડાતી. થોડાંક વર્ષો પૂર્વે રાજસ્થાની પ્રજાની એક જ્ઞાતિના કોઈ શ્રીમંતે પોતાની પુત્રધૂને છૂટાછેડા આપી દીધા. જ્ઞાતિ Page #121 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧ ૨૧ ભેગી થઈ. તેને સવા રૂ.નો દંડ કર્યો પણ જેનું નામ “દંડ' તે ભરવા તે મજબૂર બન્યો. તેને જ્ઞાતિ-બહાર કરાયો. સંપત્તિના નશામાં તે જ્ઞાતિની સામે કોર્ટે ગયો. દસ વર્ષ સુધી લડ્યો. અંતે નામદાર કોર્ટને કહેવું પડ્યું કે, “તમારે સુખી રહેવું હોય તો જ્ઞાતિ સાથે સમાધાન કરી લો.” પેલા શ્રીમંતને તેમ કરવું પડયું. વહુને ઘરે બોલાવવી પડી. કન્યાનું જીવન ઊગરી ગયું. ફરી રોટીબેટી વ્યવહાર શરૂ થયો! કોણ કહેશે કે આવા કાર્યો કરતી જ્ઞાતિ-વ્યવસ્થા ખરાબ હતી? કાશ! એ વ્યવસ્થાજનક ભેદને ભેદભાવમાં ખપાવીને જ્ઞાતિપ્રથાને ખૂબ ધિક્કારીને આપણા દેશી અંગ્રેજો તેને ખતમ કરી દેવા માટે મેદાને પડ્યા છે! ખેર. એ તો જે બનવાનું હશે તે બનશે, પણ આ જ્ઞાતિઓનો નાશ કરીને તે લોકોએ કોંગ્રેસ, ભાજપ, જનતાદળ, લાયન્સ કલબ, રોટરી કલબ, સોશિયલ ગ્રુપ વગેરે કેટલીય નવી જ્ઞાતિઓ ઊભી કરી છે! જેમાં નથી કોઈ ‘બહુજનહિતાય યોજના છે; માત્ર સ્વાર્થ, કાવાદાવા, વિશ્વાસઘાત, ખાનપાન અને માનપાનની નિર્લજ્જ જલસાબાજી! નથી ક્યાંય ધર્મ કે સંસ્કૃતિનાં જાજરમાન તત્ત્વોની તરફેણ! ઊલટું ત્યાં સર્વત્ર દેખાય છે નફરત અને ધિક્કારની અગનવર્ષા! અસ્તુ. જેવું વર્ણનું રક્તનું – અસંકિર્ય જરૂરી ગણાયું હતું તેવું વૃત્તિ–આજીવિકા-નું અસાંકર્ય પણ આવશ્યક મનાયું હતું. મનુ મહારાજે કયા વર્ણના માણસે કયો ધંધો કરવો? તે નક્કી કરી આપ્યું. તે ધંધામાં બીજા વર્ણોકે પેટાવર્ણી- વાળાથી પ્રવેશી ન શકાય તેમ ઠરાવ્યું. જો તેમ કરે તો તેનો દંડ પણ નક્કી કરાયો. કરોડપતિ બાટા કંપની, મોચીઓના ધંધામાં પ્રવેશે તો હજારો મોચી કુટુંબો બરબાદ જ થઈ જાય ને! લાખો હરિજનોના હાથશાળાના ઉદ્યોગમાં ધનવાન લોકો પ્રવેશી જાય અને મિલો ચલાવે તો તે બિચારા હરિજનો ભૂખ્યા જ મરેને? મોચી, હરિજન વગેરે પછાતોના ઉદ્ધારની વાતો કરનારા આજના સ્વાર્થી, સત્તાભૂખ્યા લોકો આ વૃત્તિ-અસાંક્ય તરફ નજર નાખશે ખરા? લાખો પછાતકુટુંબોને તેમના વંશવારસાગત ધંધાઓ પાછા સોંપીને તેમની બેકારી અને ગરીબી દૂર કરશે ખરા! આ દેશી-અંગ્રેજો ધર્મ અને સ્વધર્મ-બેય-થી ભ્રષ્ટ થઈને એટલા બધા સત્તાભૂખ્યા બન્યા છે કે તેમને આવાં લાખો કુટુંબોના અગ્નિસંસ્કારના અગ્નિમાં જો પોતાનો રોટલો પકાવી લેવાનું મળતું હોય તો તે અગ્નિસંસ્કારથી તેઓ કદી પાછા હટનાર નથી. કેટલી ક્રૂર બની ગઈ છે આ દેશી-અંગ્રેજોની નવી ઓલાદ! Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૨ બાર પ્રકારની હિંસાઓ તપોવન-પ્રણાલિ એ તપોવનના ઋષિનું-કુલપતિનું નામ હતું; ધીમ્મર્ષિ. સેંકડો બાળકો ઉપર આ કુલપતિશ્રી તથા માતાજી (કુલપતિનાં ધર્મપત્ની) ધ્યાન આપતાં; તેમને જીવનનાં મૂલ્યો (ઉદારતા, પ્રેમ, ત્યાગ, સહિષ્ણુતા, મર્યાદા વગેરેનું) શિક્ષણ આપતાં. એમનું આ શિક્ષણ એમનું જીવન જ બોલતું. પાત્રતા પ્રમાણે બાળકોને વિદ્યા આપતાં; ગ્રંથો ગોખાવતા. એકવાર કેટલાક બાળકોને ગીતાજી કંઠસ્થ માટે આરંભ કરાવ્યો. આરુણિ નામના દસવર્ષીય બાળકને ગીતા ભણવી હતી; પણ ગુરુજીએ તેને ના પાડી. માતાજીને આ વાતની ખબર પડતાં તેમણે ગુરુજીને કારણ પૂછયું. તેમણે કહ્યું, “મારે તેની રસવૃત્તિની અને આજ્ઞાપાલકતાની કસોટી કરવી છે. તે પછી હું તેને આ પાઠ આપીશ.” બીજા દિવસે વહેલી સવારે કેટલીક ગાયોનું ધણ ચરાવવા માટે આરુણિને વનમાં લઈ જવાનો ગુરુજીએ આદેશ કર્યો. નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે દૂધ પીવાનું હોય છે પણ તે દિવસે દૂધ પીધા વિના વનમાં જવાનો આદેશ થવાથી આરુણિએ તેમ જ કર્યું. પણ બપોરે બાર વાગતાં એ બાળકને કકડીને ભૂખ લાગી. તેણે ગાયને દોહીનેઆંચલે મોં લગાડી દઈને ધરાઈને દૂધ પી લીધું. ગોરજના સમયે ગાયોને પાછી વાળીને જ્યારે આરુણિ તપોવનમાં આવ્યો ત્યારે ગુરુજીએ તેના મોં ઉપર પ્રસન્નતા જોઈને પૂછ્યું કે, “શું તે વનમાં દૂધ પીધું છે!” આરુણિએ કહ્યું. “જી હા.” ભલે.. જા.. કાલે પણ તારે જ ગાયોને ચરાવવા વનમાં જવું, પણ હવે હું તને કહું છું કે દૂધ પીધા વિના જવું; અને વનમાં ગોદૂગ્ધ પીવું પણ નહિ.” ગુરુજીના સત્તાવાહી સૂરે આદેશ થયો. આરુણિએ તે આદેશને માથે ચડાવ્યો. બીજા દિવસે સવારે ચાર વાગતાં સુધી તો તેણે ખેંચી કાઢ્યું, પણ તે સમયે વાછડાઓને પોતાની માને મન મૂકીને તેણે ધાવતાં જોયા અને ધરતી ઉપર વાછડાઓનાં મોંના ફીણના ગોટા ઠેરઠેર પડેલા જોયા. આ ગોટામાં મોં લગાવીને તે ખાઈ ગયો. એનાથી કાંઈ દૂધ થોડું મળે? પણ મન તો મનાવ્યું. પણ જ્યારે આ વાતની ગુરુજીને જાણ થઈ ત્યારે તેનો પણ નિષેધ કરીને ત્રીજા દિવસે ગાયો ચરાવવા માટે આરુણિને મોકલવામાં આવ્યો, આદેશનો અમલ થયો; પરંતુ સાંજે પાછા ફરતાં આરુણીને તમ્મર આવી ગયા. તે વખતે તેણે થોરીઆની વાડ જોઈ. તે થોરીઉ કાપીને તેમાંથી નીકળતો સફેદ પ્રવાહી પદાર્થ તેણે પી લીધો. Page #123 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૨૩ દસ જ મિનિટમાં તેનું ઝેર ચડતાં આરુણીએ આંખનું તેજ ગુમાવ્યું. તેને દેખાતું બંધ થયું. આગળ ચાલતાં કોઈએ ગાળેલા કાચા કૂવામાં તે ગબડી પડયો. સદ્નસીબે કૂવામાં નાનકડા છોડની ડાળ હતી તે પકડી લીધી. ગાયો પાછી વળી પણ આરુણિ ન દેખાયો એટલે માતાજી તો એકદમ બેચેન બની ગયાં. બહુ સખત કસોટી કરવા બદલ તેમણે ગુરુજીને કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો. તાબડતોબ બે ય જણ આરુણિની શોધમાં નીકળ્યાં. માતાજીની, “આરુણિ! ઓ, બેટા આરુણિ!'' એવી બૂમો સાંભળીને આરુણિએ કૂવામાંથી વળતો જવાબ દેતાં પત્તો લાગ્યો. ઉપાય કરીને આરુણિને ગુરુજીએ કૂવામાંથી બહાર કાઢ્યો. કશું ન પૂછતાં તેને સાથે લીધો. પણ તેને કશું દેખાતું ન હોવાથી તે પાછળ પડી ગયો. ત્યારે માતાજી તો ત્યાં જ ઢગલો થઈ ગયાં. જોરથી રડવા લાગ્યા. ગુરુજીને ઘણા કઠોર શબ્દો કહ્યા. “મારા દીકરાને તમે જ આંધળો કરી નાખ્યો છે વગેરે.’’ આરુણિનો હાથ પકડ ને ગુરુજી તેને તપોવન લઈ ગયા. સારી રીતે, સાથે બેસીને, ભારે હેતથી ખૂબ ખવડાવ્યું. બીજી બાજુ અમુક વનસ્પતિનો રસ કાઢીને આંખે આંજતાંની સાથે જ તેજ પાછું આવી ગયું. બીજા દિવસે સવારે આરુણિને ગીતાજીનો પહેલો શ્લોક ગુરુજીએ ગોખવા માટે આપ્યો. તપોવની બાળ અરિદમન (મતાંતરે ભરત) કેટલો બધો અભય હતો કે તપોવનમાં આવી ગયેલા સિંહને પડકારભરી ભાષામાં તેણે કહ્યું, “ઓ સિંહ! તારું મોં ખોલ; મારે તારા દાંત ગણવા છે!’’ પેલો તપોવની ભરત! રાજા દુષ્યંતના રથના ઘોડાની લગામ પકડી લઈને તેને રોકી દીધો. રાજાએ કહ્યું, “એ કોને રોકે છે! હું રાજા છું.'' તપોવનીએ કહ્યું, ‘‘અહીં તો અમારા કુલપતિશ્રીની આણ વર્તે છે. એમની આજ્ઞા વિના તમે કોઈ અહીં પ્રવેશી શકતા નથી.'' પેલી તપોવની માતા! એક દી કુલપતિને કહે, “મને જૂનાં બાળકો બહુ ગમતાં'તાં; કેમ કે તેઓ ચોરીછૂપીથી રસોડે આવીને ડબ્બામાંથી ગોળપાપડી કાઢીને ખાઈ લેતાં'તાં. આ વખતનો નવો ફાલ તો કેવો છે! બાળકો બહુ શિસ્ત દાખવે છે! કોઈ આ રીતે ગોળપાપડી ખાઈ લેતું નથી. આખો ડબ્બો કેટલાય દિવસ થયાં એમને એમ ભરેલો પડ્યો છે!'' વાલ્મિકી આશ્રમમાં રામ, લક્ષ્મણાદિ ભણ્યા. સાંદીપનિ આશ્રમના ‘કલાસ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ બાર પ્રકારની હિંસાઓ મેઈટ્સ' હતા ને? બાળક માને ધાવે ત્યા સુધી (સ્તiધય અવસ્થામાં) માની પાસે ગર્ભથી માંડીને ત્યાર સુધી - સંસ્કરણ પામે. પછી જરાક સમજણી ઉંમર-આઠથી દસ વર્ષની થાય એટલે તેને તપોવનમાં મુકાય. ઘરે રહે તો અવ્યક્ત રીતે પણ માતા-પિતાના (પતિપત્ની તરીકેના) કોઈ ખોટા સંસ્કાર પડી જાય તો બાળકના સંસ્કરણને ઘણું નુકસાન થાય. લગભગ સોળ વર્ષની વય સુધી બાળક ઋષિ-મુનિઓના સત્સંગમાં રહે. પોતાના અતિથિ-સત્કાર, વૃદ્ધોની સેવા, આપસનો તીવ્ર ભાઈચારો, દિન-રાતની સમુચિત દિનચર્યા, સ્નાનાદિ વિધિ, પશુપાલન, વનસ્પતિઊછેર વગેરે બાબતોને તપોવની બાળકો ઋષિઓના જીવનમાં આખેઆંખ જુએ અને તે રીતે તે બધું શીખી જાય. ઘરે આવ્યા બાદ તે બાળકો તે જ રીતે અતિથિ-સત્કાર આદિ કરવા લાગે. વળી ઋષિઓ જ આકાશદર્શન કરાવીને ખગોળની બધી વાતોની માહિતી આપે. રાજાઓની વાતો કરીને રાજકારણની માહિતી આપે. વર્ણાશ્રમની વાતો કરીને તે અંગેની માહિતી આપે. બ્રહ્માંડની વાતો કરીને આધિદૈવિક તત્ત્વોની માહિતી આપે. ધાર્મિક પુરુષોની વાતો દ્વારા ધર્મ-તત્ત્વની માહિતી આપે. આમ માહિતીનું શિક્ષણ મળે અને અતિથિસત્કાર, ગુરુજનસેવા, વૃદ્ધોની માવજત ગરીબની કરુણા, પ્રાણીસૃષ્ટિ સામે તાદાત્મય વગેરે મૂલ્યોનું શિક્ષણ ઋષિઓના જીવંત જીવનમાંથી આપમેળે મળી જાય. નિત્ય યોગાસનો કરતા ઋષિઓ, બાળકોને યોગાસનો કરવાનું કહેવા કદી ન જાય. | ઋષિઓ બ્રાહ્મમુહૂર્ત ઊઠે; ધ્યાનમાં બેસે; જપ કરે એ બધું જોઈને જ બાળકો તેમ કરતા થઈ જાય. એનું ભાષણ થોડું જ કરવાનું હોય? ઋષિઓ દ્વારા બાળકોની ઘરમાં સંભવિતા સ્વછંદતા ઉપર વિવિધ રીતે નિયંત્રણ મુકાય તેના જે લાભો થાય તે અનુભવીને બાળકો સ્વતઃ જ નિયંત્રણોને આશીર્વાદરૂપ માને. વૃક્ષોને પાણી પાવું, ભોજન વગેરે સાથે કરવું એ બધા દ્વારા બાળકો સહનાવવતુ, સહ નૌ ભુનકતુ, સહવીર્ય રવાવહૈ નાં સૂત્રોને જીવનસાત કરી લે તેમાં શી નવાઈ? પસીનો છૂટી જાય તેવો અનેક પ્રકારનો શ્રમ કરવાથી બાળકોનાં શરીર કેવાં ખડતલ બની જતાં હશે. માંદા પશુની માવજત કરતાં બાળકો માંદાં કે બુઢાં મા-બાપની કે કોઈ ગરીબ માણસની માવજતમાં કદી પાછાં પડે જ નહિ ને વારંવાર પરસ્પર નમોનમ કરતા ઋષિઓ વગેરે જોઈને એ બાળકો પણ તેવું કરતાં થઈ જ જાય ને ? Page #125 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૨ ૫ તપોવનમાં માહિતીનું શિક્ષણ લીંબડા નીચે બેઠાં-વાતો કરતાં કુલપતિશ્રી આપી દેતા અને ઉપર જણાવ્યું તેમ બાળકોને મૂલ્યનિષ્ઠ બનાવતા. હા, એની સાથે જેની વંશપરંપરાનો જે વ્યવસાય હોય તેય બાળકોને ત્યાં શીખવા મળી જતો. તે સમયે ડિગ્રીલક્ષી શિક્ષણ તો હતું જ નહિ. બાકી વય થઈ જતાં તમામ કોમના દરજીઓ. મોચીઓ, વણકરો, વેપારીઓ, વાનપ્રસ્થ તપોવનમાં રહેવા આવી જતા. દરજીનાં બાળકોને વાનપ્રસ્થ દરજીઓ કપડાં સીવતાં શીખવી દેતા. મોચીનાં બાળકોને વાનપ્રસ્થ મોચીઓ જોડા બનાવતાં શીખવી દેતા. એકબાજુ લોહીમાં જ અનુવંશથી પોતાના બાપીકા ધંધાના સંસ્કાર ઊતરેલા હોય એટલે બીજી બાજુથી તેનું જ્ઞાન મેળવી લેતાં તે બાળકોને શી વાર લાગે? એ કાળમાં જેમ વર્ણસાર્ય થતું નહિ તેમ વૃત્તિ (ધંધો)નું પણ સાંકર્ય થઈ શકતું નહિ. અહીં કરુણાની ભાવના વરસી રહી છે. એવો મારો આત્મવિશ્વાસ દેનંદિન વધતો જાય છે. આ બે વસ્તુ પણ એમની કૃપાથી જ મને મળશે. હા, જો નિયતિને જ આવી વિરલકક્ષાની કાર્યસિદ્ધિ મંજૂર નહિ હોય તો આખી વાત બદલાઈ જાય છે. પણ એ બધી વાત હું આ પુસ્તકના અંતમાં કરીશ. હાલ તો એટલું જ ઈચ્છું છું કે મને નીરોગી અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાઓ. બસ, બાકીનું બધું હું ફોડી લઈશ. હવે મારી સ્વપ્નસૃષ્ટિના તપોવનની હું રૂપરેખા આપું. મને લાગે છે કે ગોરાઓએ પોતે પોતાના દ્વારા તૈયાર કરેલા દેશી-ગોરાઓએ તથા તેમણે વાવેલાં ઝેરી બીજના હવે બની ગયેલા તોતિંગ વડલાઓએ આર્યમહાપ્રજાનાં તમામ મૂલ્યોનું માત્ર અવમૂલ્યન જ નથી કર્યું પરંતુ તે મૂલ્યોને મરણતોલ હાલતમાં છેલ્લા શ્વાસ ખેંચવા સુધીની હાલતમાં મૂકી દીધાં છે. પ્રગતિ, વિકાસ વગેરે જે કંઈ થયું છે તે બધું આ મહાપ્રજાનાં દુઃખો, દોષોની બાબતમાં થયું છે. આ મહાપ્રજાની સમૃદ્ધિ લૂંટાઈ છે, આબાદી નંદવાઈ છે અને ગુણસંપત્તિ લગભગ નામશેષ કરાઈ છે. હા, છતાં નિરક્ષરોમાં, ગ્રામજનોમાં અને ગરીબોમાં હજી પણ તે ગુણવૈભવના અવશેષો જ નહિ પણ ક્યાંક તો મહાલયો જળવાઈ રહેલા જોવા મળે છે. જે કોઈ મારા હૈયે આશાવાદ છે તે તપોવનના ખેતરમાં જ છે. આ અંગેની વિસ્તૃત વાતો મેં મારા અન્ય પુસ્તકોમાં કરી છે. હવે જ્યારે ચારે બાજુ આગ લાગી ગઈ છે, જ્યારે અસ્તિત્વનો જ જંગ (struggle for existance) ખેલી નાંખવાનો છે, જ્યારે મરણી બનીને કેસરી કરી દેવાનો સમય ખૂબ નજીકમાં આવી ગયો છે ત્યારે જે કાંઈક પણ થોડોક સમય મોતની પળ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ બાર પ્રકારની હિંસાઓ પૂર્વેનો બાકી રહ્યો છે તેનો છેલ્લે છેલ્લે જાગેલો – બહુ મોડો પડી ગયેલો – હું ઉત્કૃષ્ટ કોટિનો ઉપયોગ કરું, થોડાક પ્રયત્નોમાં મોટું પરિણામ પામું, હું નહિ તો કાંઈ વાંધો નહિ, મારી ભાવિ પેઢીઓ મારાં વાવેલાં ઝાડનાં ફળો આરોગે તો ય વાંધો નહિ એવી કોઈ કલ્પનાથી તપોવનનું એક માંડલું બનાવવાની વાત મેં વિચારી છે. આ વાતને સારી રીતે સમજવા માટે મહામુનિ મેઘકુમારનો હાથી તરીકેનો પૂર્વભવ આપણે જોવો પડશે. તે ભવમાં તેણે વનમાં થતા વારંવારના દાવાનળથી સુરક્ષા પામવા માટે તેણે એવું વિરાટ ગોળાકાર માંડલુ બનાવ્યું હતું કે જેની અંદર એક વૃક્ષ તો શું? પણ નાનું તણખલું ય શોધ્યું ન જડે. રોજ થોડું થોડું ખોદીને તેણે આ કામ પૂરું કર્યું હતું. એક વખત દાવાનળ પ્રગટ થયો – આખા વનમાં એ ફેલાતો ગયો. તે વખતે આ હાથી પોતાના માંડલોમાં વચ્ચોવચ્ચ આવીને ગોઠવાઈ ગયો. એને આજે પોતાનાં કરેલાં કાર્ય બદલ ભારે સંતોષ હતો. પણ એની જેમ બીજાં સેકંડો પ્રાણીઓ એ વિરાટ માંડલામાં પ્રાણ બચાવવા માટે ધસી આવ્યાં. એ તમામ એ દાવાનળથી ઊગરી ગયાં. દાવાનળ શાંત થતાં સહું ત્યાંથી હાશકારો અનુભવીને વિખરાયાં. મારી કલ્પનાનું તપોવન એટલે હાથીનું આ માંડલું. એમાં પ્રવેશે તેને કોઈ આગ દઝાડે નહિ. એનો વાળ વાંકો થાય નહિ. એનો માનવ-જન્મ સફળ થાય. એ સ્વધર્મનો પાલક બને. એ “માણસ” તો બને જ; પણ કદાચ એ મર્દ (શૌર્યવાન) પણ બને. આ તપોવન એટલે સંસ્કારધામ. અહીં પશુ અને માણસ વચ્ચેની જે ભેદરેખા છે; “સંસ્કાર” છે તેના દ્વારા જ માનવભવ પામેલા જીવોને પશુ બનતા અટકાવીને માણસ બનાવાય. આજના શિક્ષણથી ડૉક્ટર, વકીલ, શિક્ષક, પ્રધાન વગેરે બની શકાય છે આજનું મેકોલે ઢાંચાનું શિક્ષણ તેમને માણસ નથી બનાવી શકતું, “મર્દ બનવાની તો વાત જ ક્યાં રહી? લાખો, કરોડો શિક્ષણ સંસ્થામાંથી બહાર નીકળી ગયેલા જીવોને તમે જુઓ, તેમની ભીતરમાં તમે ડોકિયું કરો. તમને પ્રાયઃ ક્યાંક જ “માણસ” જડશે. “માણસ” નહિ એવા ડૉક્ટરો, શિક્ષકો, વકીલો, પ્રધાનોએ તો આ દેશ અને પ્રજાને, તેની જીવાદોરી-સંસ્કૃતિને ખતમ કરી નાખ્યાં છે. ડૉક્ટર બનવું કે માણસ? આપણી પસંદગી પ્રથમ તો “માણસ” બનવા તરફ જ હોવી ઘટે. તપોવન-સંસ્કારધામમાં ભલે આજનું શિક્ષણ અનિવાર્યપણે – ન છૂટકે – આપવું પડે, પણ મુખ્યત્વે તો ત્યાં સંસ્કરણ જ કરવાનું છે; થાય કે ન થાય પરંતુ આ બાબતો આપણા ધ્યાનમાં તો રહેવી જ જોઈએ. સદાકાળ આ જગત આટલું Page #127 -------------------------------------------------------------------------- ________________ וד બાર પ્રકારની હિંસાઓ ૧૨૭ ખરાબ રહેવાનું નથી. બે દાયકા બાદ વળી પાછો સુવર્ણ-યુગ આવશે. તે વખતે આ વાતો વાસ્તવિક બની પણ શકશે. ઉપર જણાવેલાં તત્ત્વો, મોક્ષલક્ષી ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિના માળખામાં જડબેસલાક ગોઠવાએલાં હતાં એટલે જ આર્યાવર્તની મહાપ્રજા સુખશાંતિથી જીવતી હતી. બેશક, નિયતિ જ્યારે ત્રાટકી છે ત્યારે ઘણી બધી અંધાધૂંધી સર્જાઈ છે, શરમજનક બાબતો બની છે પરંતુ સામાન્યતઃ તો આ દેશની પ્રજા ખૂબ સારી રીતે જીવતી હતી. જ્યારે રોમ સાથે બ્રિટન લડતું હતું તે સમયમાં ભારત આવેલા કોઈ અંગ્રેજે આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું ભારતીય પ્રજાનું સર્વતોમુખી સુંદર વર્ણન કર્યું છે. તેણે કહ્યું છે કે, ‘ આ પ્રજાના શૈક્ષણિક, સામાજિક, રાજકીય, આર્થિક વગેરે તમામ સ્તરો એટલા બધા સમૃદ્ધ છે અને પ્રગતિશીલ છે કે તેમને આપણે કોઈ વાતની સલાહ આપવી તે આપણું નર્યું ગાંડપણ છે! આપણે જ તેમની પાસેથી ઘણું બધું શીખવાનું છે.' k આ દેશમાં લગ્ન સમયે ગોર મહારાજ કન્યાને આશિષ દેતા, ‘દીકરી! આઠ સંતાનોની માતા બનજે!- અષ્ટપુત્રાઃ સૌભાગ્યવતી ભવઃ’ આજે તો આ ભિખારી બનાવાયેલા ભારતમાં આ વાણી આશિષ નથી બનતી. અભિશાપ બની જાય છે. હાય! ઈ.સ. ૧૯૪૬ની સાલ સુધી પરદેશોમાં અનાજની નિકાસ કરતો દેશ હવે ‘બે બાળકો બસ!'ની બૂમો પાડતો ભિખારી બની ગયો છે! એના માથે વિદેશીઓનું એક હજાર કરોડ રૂ.નું દેવું છે. જેનું વ્યાજ ભરતાં જ તેના નાકે દમ આવી જાય છે! રાજા ૠષભે સહુને સંસ્કૃતિ આપીને ‘માણસ’ બનાવ્યા. તે પછી દીક્ષા લીધા બાદ, ભગવાન ઋષભદેવ બનીને તેમણે તે માણસોને ધર્મ સમજાવીને મોક્ષ પામવા તરફ આંગળી ચીંધણુ કર્યું... અને... કરોડો આત્માઓ—રાજાધિરાજો, મહારાણીઓ, ધનાઢ્યો, યુવાનો અને યુવતીઓ દીક્ષાના માર્ગે ચાલ્યા, જેનું સત્ત્વ ન પહોંચ્યું તેઓએ ભગવાન ઋષભદેવે બતાવેલો બીજા નંબરનો શ્રાવકધર્મ સ્વીકાર્યો. તેટલા પણ સત્ત્વને નહિ આંબી શકેલા મોક્ષાર્થી જીવોએ ‘સમ્યગ્દર્શન’ સ્વીકાર્યું. કેટલાક લોકોએ માર્ગનુંસારિતાનો ધર્મ સ્વીકાર્યો. હા. આ ચારે ય અવસ્થાઓનું મૂળ પેલી મોક્ષલક્ષી ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિની વ્યવસ્થા હતી. આ વ્યવસ્થા ઉપર જ તે અવસ્થાઓનો જન્મ અને મસ્ત જીવન અવલંબિત છે. જેટલા અંશે વ્યવસ્થા તૂટે તેટલા અંશે ચારે ય અવસ્થાઓ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ બાર પ્રકારની હિંસાઓ તૂટે. જો અવસ્થાઓને જીવંત અને મજબૂત રાખવી હોય તો વ્યવસ્થાના પાયાને ખૂબ મજબૂત રાખવો જોઈએ. જો ઈન્સાન (માણસ) જ તૂટશે તો “ભગવાન” કોણ બની શકશે ! વ્યવસ્થા ઈન્સાન બનાવે છે. અવસ્થા ભગવાન બનાવે છે. હાય! આજે રાજા ઋષભે સ્થાપેલી તે વ્યવસ્થાનો પાયો હચમચી ઊઠીને ખૂબ નબળો બની ગયો છે! એથી ભગવાન ઋષભદેવે બતાવેલી ચારે ય માર્ગાનુસારિતા (વિશિષ્ટ કોટિની) સમ્યગુદર્શન, શ્રાવકધર્મ અને સાધુધર્મની—અવસ્થાઓ નબળી પડી છે. ઓક્સિજન ઉપર જીવવા લાગી છે. આનું મુખ્ય કારણ વિદેશી અંગ્રેજોને સદાના વફાદાર દેશી-અંગ્રેજો છે. તેમણે ફેરવી નાખેલી જીવનશૈલી છે; જે એકાંતે ભોગલક્ષી, ધન-પ્રધાન, સ્વાર્થપ્રેરિત છે. આ લોકોના સ્વાર્થે કરોડો લોકોના સાચા સુખ, શાંતિ અને આબાદી હણી નાખ્યા છે કે હચમચાવી નાખ્યા છે ! શ્રીકૃષ્ણના રોગનાશક દેવ-પ્રદત્ત નગારાને ટુકડે ટુકડે તેના રક્ષક નોકરે શ્રીમંતોને વેચી મારીને પૈસા બનાવી લીધા! પણ લાખો ગરીબોને તે નગારાના અવાજના શ્રવણથી જે રોગમુક્તિ મળતી હતી તે ખતમ થઈ ગઈ. કેટલાક શ્રીમંતો ખાતર લાખો ગરીબોનું કેવું કારણું નુકસાન થઈ ગયું! સ્વાર્થી લોકોની જમાત આ પ્રકારની છે. તેઓ પ્રાયઃ કૃષ્ણલેશ્યાવાળાં હોય છે. આથી પાકીને જમીન ઉપર તેયાર પડેલાં બોર ખાવાને બદલે હજારો પંખીઓના આશ્રયરૂપ, હજારો વટેમાર્ગુઓ માટે વિરામસ્થાનરૂપ તે આખું ઝાડ મૂળમાંથી ધરતી ઉપર ઢાળી દઈને જ તેમને તેનાં બોર ખાવામાં કોઈ અનેરી મધુરપ લાગી છે! આ ક્રૂર શિક્ષિત ત્રિપુટી (શિક્ષિત, શહેરી, શ્રીમંત)ને બીજાના દુઃખમાં જ પોતાનું સુખ ભાસે છે. તેઓ પોતાના રોગાદિ દુઃખમાંય બીજાના દુઃખને સાંભળીને સુખ અનુભવે છે. તેઓ પોતાના સુખે સુખી નથી પણ બીજાના દુઃખમાં સુખી છે. આ લોકોને પોતાનાં રોગાદિ દુઃખો જ ત્રાસરૂપ લાગે છે. તેથી જ તેઓ દુઃખી છે પરંતુ પોતાનાં કામ, ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર, ધનતૃષ્ણા, સત્તાલાલસા, ખાનપાન લંપટતા વગેરે દોષો જરાય નીંદ હરામ કરતા નથી. આ દોષોથી તેઓ ક્યારેય ચિંતિત નથી; દુઃખી નથી. આ લોકોને બસ, સુખ જ ખપે છે. ગુણની જરાય જરૂર જણાતી નથી. ગુણી મટીને પણ સુખી થવા માટે આ લોકો સદા સજ્જ હોય છે. સોક્રેટીસને આવા જ Page #129 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૨૯ લોકોએ ઝેરનો પ્યાલો પાયો હતો. ગુણી મહાન છે. સુખી નહિ. ગુણ મહાન છે ધન નહિ.” આવી સોક્રેટીસની એકધારી વાગતી “ટેઈપ' સાંભળીને તેઓ ત્રાહિમામ્ પોકારી ગયા હતા. વિદેશી ગોરાઓની ઝેરી તાલીમ પામીને આ લોકોએ પોતાની અંતર્દષ્ટિ ગુમાવી છે. તેઓ બહિદૃષ્ટિ બન્યા છે. તેમને બહારના દેહિક રૂપમાં રસ છે. આતમના અત્યંતર ઝાકઝમાળ સાથે લગીરે નિસ્બત નથી. - સ્વામી વિવકેનાંદજીના દર્શનાર્થે વિદેશથી આવેલા ગોરાઓને સ્વામીજીએ પોતાના કાળા-વર્ણના ગુરુ રામકૃષ્ણ પરમહંસ બતાવ્યા ત્યારે તે ગોરાઓને તેમનામાં ‘કાળા-મજૂર” (કુલી) તરીકેનું દર્શન થયું! તે વખતે સ્વામીજીએ ખૂબ સાચું સંભળાવી દીધું હતું કે, “તમારામાં અને અમારામાં આ જ ફરક છે કે તમે બહારનું જ જુઓ છો. અમે ભીતરમાં જોઈએ છીએ.” જરાક વિગતથી આ ભેદી ભૂહબાજોની ભીતરમાં ડોકિયું કરીએ. એક તળાવ છે. તેમાં ભરપૂર પાણી છે. લાખો નાની-મોટી માછલીઓ છે. કોઈ માણસ તમામ માછલીનો નાશ કરવા માટે, તળાવને માછલીવિહોણું બનાવવા માટે જાળ નાખીને માછલીઓ બહાર કાઢી લાવવાનું કામ શરૂ કરે છે પણ ઘણી બધી નાની માછલીઓ (અને મોટી પણ) જાળમાં કેમે ય આવતી નથી. દિવસો સુધી શ્રમ કર્યા બાદ તે થાકી જાય છે. આ વાત બીજો માણસ સતત ધ્યાનથી જોયા કરે છે. તેમાંથી તેને બીજો ઉપાય જડે છે. તે આખા તળાવનું પાણી મશીનના બળથી ખેંચી લે છે. તળાવ સાવ સૂકું થતાં નાની-મોટી તમામ માછલીઓ સાફ થઈ જાય છે. આમ બીજા માણસને સફળતા મળે છે. મુસ્લિમો પહેલા માણસ જેવા છે. ગોરાઓ બીજા માણસ જેવા છે. મુસ્લિમો તલવારથી લાખો હિન્દુઓને મારવામાં થાકી ગયા! ઈસાઈઓએ તે કામ કરતાં હિન્દુઓની જે જીવાદોરી (તળાવમાં માછલીની જીવાદોરી પાણીની જેમ) હતી – રાજા ઋષભે સ્થાપેલી સંસ્કૃતિ તેને જ ખતમ કરવાનું કામ કર્યું. તેમાં સફળતા મળી. ભારતવર્ષનું તળાવ હવે બહુ જ થોડું પાણી ધરાવે છે. જો તે પણ ખેંચાઈ જશે (જે અસંભવિત છે) તો જીવતી રહી ગયેલી થોડીક પણ માછલીઓ રૂપી ધર્મસંસ્કૃતિચુસ્ત પ્રજા નામશેષ થઈ જશે. કાલાંતરે તેના અવશેષો પણ જોવા નહિ મળે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ બાર પ્રકારની હિંસાઓ સંસ્કૃતિના ગૌરવવંતા તત્ત્વો-રાજાશાહી, વર્ણ-વૃત્તિ વ્યવસ્થા, સ્વાવલંબન, આયુર્વેદ, પશુપાલન, નારીવ્યવસ્થા, લગ્નવ્યવસ્થા, અવિભક્ત કુટુંબવ્યવસ્થા, મોક્ષલક્ષિતા, ધર્મપ્રધાનતા કુદરત સાથે ઘનિષ્ટતા વગેરે બાબતોમાં ‘જે કાંઈ પણ નાની ત્રુટિઓ-કાળપ્રભાવે કે જીવદોષે – પેદા થઈ હતી તેને એ લોકોએ પ્રજાની સમક્ષ ધરી દીધી. આવું ૧૦/ટકા તત્ત્વ આગળ કરીને ૯૦ ટકાનું સુંદર-તત્ત્વ છુપાવીને પ્રજાને તે તત્ત્વોથી ભડકાવી દીધી! જે ગોરાઓએ તૈયા૨ કરી દીધેલા દેશી ગોરાઓ હતા, તેમણે આ બગાવતનો ઝંડો લીધો! દુષ્ટો સક્રિય બન્યા; સજ્જનો નિષ્ક્રિય રહ્યા. તેથી તેમની મેલી મુરાદ સફળ થઈ ગઈ! દસ ટકાનું દૂષિત તત્ત્વ ભારતીય પ્રજા દ્વારા જ તેઓએ ઉથલાવી નાખ્યું. એટલું જ નહિ પણ જેમાં ૯૦ ટકા ખરાબ હતું; માત્ર આભાસિક રીતે ૧૦ ટકા સારું હતું; તે તત્ત્વોનું દસ ટકા સારું પ્રજાની સમક્ષ મૂકીને તેના પ્રત્યે આદર જાગ્રત કરાવીને તે બધું ધર્મસંસ્કૃતિ વિધ્વંસક તત્ત્વ- લોકશાહી, એલોપથી, હુંડીયામણ વિદેશી સહાય, મુક્ત સેક્સ, ચૂંટણીપ્રથા, બહુમતવાદ, બિનસાંપ્રદાયિકતા, સમાનતા, એકતા - વગેરે ઘુસાડી દીધું. તેમાં ય પેલા દેશી ગોરાઓના ભરપૂર સાથને લીધે સફળતા મળી ગઈ! આ દેશી ગોરાઓએ આખી આર્ય મહાપ્રજાનો આમૂલ ધ્વંસ કરી નાખે તેવી જે ખતરનાક બાબતો અમલમાં મૂકી છે તેમાંની કેટલીક અહીં રજૂ કરું છું. આ લોકો આર્ય મહાપ્રજાના ખમીરવંતા માણસો તેમની સામે બળવો કરી ન બેસે તે માટે તેમને સદા રચનાત્મક કાર્યોના ઘેનમાં રાખી મૂકતા હોય છે. હોસ્પિટલ, સદાવ્રતખાતું, ગરીબોની સેવા વગરે રચનાત્મક કાર્યો ગણાય. એ દેશી ગોરાઓની ખતરનાક પ્રવૃત્તિનું ખંડન કરવું એ ખંડનાત્મક કામ ગણાય. તે લોકો કહે છે, “અમારું ખંડન ન કરો, લો, આ લાખ રૂપિયા! તમે માનવતાનાં રચનાત્મક કામો કરો.’’ જે ભોળો હોય તે (લગભગ બધા ભોળા છે.) આ વાતમાં છેતરાઈ જવાનો. ખરેખર તો સારી પ્રવૃત્તિઓનું જે ખંડન હોય તેનું ખંડન કરવું એ તો મંડન છે. એ જ ખરું રચનાત્મક કામ છે. પરંતુ આ વાત ભોળા ભારતીયોને સમજાતી નથી. અને એથી તેઓ લાખ રૂ. લઈને કોઈ પચ્ચીસ, પચાસ ખંડની હોસ્પિટલ વગેરેમાં ગોઠવાઈ જઈને ભારે મોટી દેશસેવા કરતા હોય તેમ દુનિયામાં વટથી ફરે છે! કલાકના સો કિલોમીટરની સ્પીડથી એક ટ્રેન પંજાબ તરફ ધસી રહી છે કે Page #131 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૩૧ જેમાં ભરપૂર દારૂગોળો છે. જો એ પંજાબ ઉપર ઝીંકાય તો આખું પંજાબ સાફ થઈ જાય. બીજું, ચોદમી સદીનું બેલગા ગરીબોને ગોળ વહેંચવા કોઈ ગામડા તરફ ઠચૂક...ઠચૂક ઠચૂક કરતું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આ ગાડાવાળો - માલિક - આમ તો પંજાબ તરફ ધસમસતી ટ્રેનને રોકી દેવા માટે પાટા ઉપર આડો સૂઈ જવાનો હતો. પરંતુ તેને અને તેના આવા મિત્રોને કોને સમજાવ્યું કે આમ કરવા કરતાં, ગામડે જઈ ગરીબોને ગોળ વહેંચવાનું રચનાત્મક કામ કરો ! લો, આ પાંચ હજાર રૂ.નું દાન! બિચારો! ભોળવાયો. ઊંધે રવાડે ચડ્યો. દેશીવિદેશી અંગ્રેજોએ સર્વત્ર આર્વા રચનાત્મક કાર્યો તરફ સજ્જનોની નજરબંધી કરી છે. ઘણા બધા તેમાં ફસાયા છે. ઘણા બધા લોકો માનવતાના નાનાં નાનાં કામોમાં બેસી ગયા છે! ગૌરવ અનુભવી રહ્યા છે! આથી પેલી દારૂગોળો ભરેલી ટ્રેઈન બેરોકટોક ધસમસતી આગળ વધી રહી છે ! શું કરવું યોગ્ય છે? બેશક, ટ્રેનના પાટે આડે સૂઈ જવું તે જ. પંજાબમાં સર્વત્ર) શાંતિ જામેલી રહે તે અમારો રચનાત્મક (ખંડનસ્વરૂપ) પદાર્થ છે. એનું ખંડન આ ટ્રેનથી થાય છે. હવે એ ખંડનસ્વરૂપ ટ્રેનનું - પાટા ઉપર આડા સૂઈને - ખંડન કરવું અને પંજાબની શાંતિને હણાવવા ન દેવી એ જ મોટામાં મોટું ખંડન (રચનાત્મક કાર્ય) નથી શું? માનવજાતનાં રચનાત્મક (ખંડનાત્મક) કામો, પંજાબ ઉપર દારૂગોળો ફેંકવામાં આડકતરી રીતે સહકારી બને છે માટે તો આ માનવતાનું કાર્ય જ ખંડનાત્મક બની જાય છે. ખંડન-મંડનનું સ્વરૂપ અને તેનું ગણિત દરેકે ગંભીરતાથી સમજવું જોઈએ. જો બીજી બાજુથી લાખો વૃક્ષોને કાપી જ નાખવાનાં હોય તો પાંચ, દસ હજાર વૃક્ષોના વાવેતરના રચનાત્મક કાર્યમાં શા માટે રસ લેવો જોઈએ? - જો દર વર્ષે ચારથી આઠ લાખ હિન્દુઓને ક્રિશ્ચિયન બનાવવાનો કાર્યક્રમ ભારે સફળતા સાથે આગળ વધવાનો હોય તો તેનો વિરોધ કરતાં અટકાવીને વર્ષે પાંચ હજાર ક્રિશ્ચિયનોને પાછા હિન્દુ પ્રજામાં સામેલ કરવાનાં રચનાત્મક કાર્યોની શી કિંમત છે? આવાં બધાં તોફાન મુખ્યત્વે તો શિક્ષિતો કરે છે. તેમની સાથે સ્વાર્થી શહેરીઓ અને શ્રીમંતો જોડાય છે. આ લોકોનું બ્રેઈન-વોશ થએલું હોય છે કે તેમનામાં Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ બાર પ્રકારની હિંસાઓ ધાર્મિકતા, દેશદાઝ કે માનવતા જેવું એનાં શુદ્ધ સ્વરૂપમાં પ્રાયઃ જોવા મળતું નથી. આ લોકો માત્ર તકવાદી છે. એમને મૂલ્યનિષ્ઠા જેવું કશું હોતું નથી. વિદેશી ગોરાઓએ એવું બ્રેઈન-વોશ કર્યું છે કે આ લોકોને ભારતીય મૂલ્યોની જાણકારી પણ હોતી નથી. (થોડાક સમય પૂર્વે ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ કોકને પૂછ્યું હતું કે વિભીષણ એ કોણ હતો ?) આ બધાયનું મૂળ મેકોલે-શિક્ષણ પદ્ધતિ છે. જ્યાં સુધી એ દૂર નહી થાય ત્યાં સુધી ભારતવર્ષની આબાદી સ્વપ્નવત્ બની રહેશે. આથી જ એક ચિંતકે સાચું કહ્યું છે કે જો તમને બોમ્બમારો કરવાની ઈચ્છા હોય તો તમે રશિયા-અમેરિકાને તમારો દુશ્મન સમજીને ત્યાં બોમ્બાડીંગ નહિ કરતા, પરંતુ તમારો જે ખરેખર દુશ્મન, જે યુનિવર્સિટીઓ વગેરે શિક્ષણ સંસ્થાઓ છે ત્યાં જ બોમ્બમારો કરો. આવી તો કેટલી વાતો કરું? ટી.વી., વીડીઓ અને તેમાં જોવામાં આવતી બ્લ્યુ ફિક્સ, દાણચોરી, અને દાણચોરી દ્વારા દેશમાં પેસતાં કેફી (ડ્રગ્સ) દ્રવ્યો (જેના સેવનથી ભારતમાં દસ લાખ યુવાનો મોતની પથારીએ સૂતા છે.) માંસાહારનો બેફામ પ્રસાર અને પ્રચાર, ગર્ભપાત, છૂટાછેડા, સંતતિનિયમનનાં સાધનો, આંતરજ્ઞાતીય-જાતીય-રાષ્ટ્રીય-ખંડીય લગ્નો, સાત વ્યસનો, બીભત્સ ફેશનો, અદ્ભુત કુટુંબવ્યવસ્થાનું ભેદી રીતે વિભાજન. પરદેશી ઢાંચાનું બંધારણ અને ન્યાયાલય વગેરે કેટલાય સંસ્કૃતિહત્યારા ઝેર પાએલા કાતિલ છરાઓ ચારેબાજુ ફેંકાઈ રહ્યા છે. આપણું જ ખૂન કરનારા આ છરાઓને આપણા જ માણસો (દેશી અંગ્રેજો) ધારદાર બનાવી રહ્યા છે. વળી બહુમતી અને ચૂંટણી આધારિત લોકશાહી ગુણવત્તા જોયા વિનાની સમાનતા, બે દુ પાંચ જેવી મૂર્ખાઈભરી બાંધછોડવાળી કે શંભુમેળા જેવી ધર્મ વગેરે સર્વ બાબતોમાં એકતા, ધર્મતત્ત્વનો નાશ કરવાની ભેદી ચાલવાળી-ઈસાઈઓ અને ઈસ્લામીઓને ખુશ રાખીને તેમનો ભારતમાં પગપેસારો કરવા માટેની હિન્દુત્વનાશક બિનસાંપ્રદાયિકતા વગેરે કેટલીય સુરંગો ગોઠવાઈ છે, જે ફૂટતી જાય છે અને એકસાથે મોટો સંસ્કૃતિસંહાર કરે છે. ધર્મનાશ કરે છે. હિન્દુ-પ્રજાનો નાશ પણ કરે છે. | ઊંડે જઈએ તો લાગે છે કે આ બધાનું એક જ મૂળ કારણ જો કહેવું હોય તો તે વિદેશી ગોરાઓએ દેશી ગોરાઓનાં દિમાગમાં શિક્ષણના માધ્યમથી પેદા કરેલી નાસ્તિકતા છે. નાસ્તિકતા એટલે પોતાના ધર્મ પ્રત્યેની અશ્રદ્ધા-જેમાંથી ઈશ્વર, Page #133 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૩૩ પરલોક, પુણ્ય-પાપ કર્મ વગેરે પદાર્થો જડમૂળથી મગજમાંથી ઊખડી જાય, અને તે મગજમાં ભોગનો તીવ્ર રસ, અર્થપ્રધાનતા, નિષ્ઠુરતા, હિંસા, દુરાચાર, માંસાહાર, ભ્રષ્ટાચાર ઊભરાઈ જાય. પૂર્વે પરમપદ (મોક્ષ) લક્ષમાં હતું, પરલોક સતત દૃષ્ટિમાં રહેતો, અને પાપનો તીવ્રભય રહેતો હતો. આ કારણે પરમાત્મામાં તીવ્ર પ્રગતિ બની રહેતી હતી. આથી તે સમયના માનવો આજના માનવો જેવું દોષભરપૂર જીવન જીવતા નહિ. હવે નથી રહ્યો પરલોકની દુર્ગતિનો ડર, નથી રહ્યો રાજદંડનો ડર... આ બેમાં તો કોઈ પણ એક ડર ઈન્સાનને હેવાન બનતો અટકાવી શકે. આ બન્ને ડર ખતમ થતાં ‘ઈન્સાન’ ખતમ થયો છે! હેવાન પેદા થયો છે; જે શેતાન બનવાની તૈયારીમાં છે. આજનો માણસ ૪૦૦ રૂ. મીટરના ભાવનું પેન્ટ પહેરવાનો આગ્રહી છે, ચોખ્ખા ઘીને બદલે પામોલીન ખાવા તે તૈયાર છે! કલર ટી.વી. વસાવવા સાથે ધારાવીનું ઝૂંપડું પણ તેને મંજૂર છે! એને ‘હું’, ‘તું’, કે ‘તે’ની કશી ચિંતા નથી. આ ત્રણ પદાર્થો ક્રમશઃ શ્રેય, પ્રેય અને ધ્યેય સ્વરૂપ છે. ‘હું'નું કલ્યાણ (શ્રેય) થવું જોઈએ. ‘તું’ (અન્ય દુઃખી જીવો)ને પ્રેમ આપવો જોઈએ. ‘તે’ (પરમાત્મા)નું ધ્યાન કરવું જોઈએ. કાશ! આવી કોઈ ચિંતા તે કદી કરવા માંગતો નથી, કેમ કે તે આ બધા સબ્જેકટનો નહિ પરંતુ પીવું, હરવું, ફરવું વગેરે ઓબ્જેક્ટોનો ઉપાસક બન્યો છે. આજનો માણસ ખાવા, પીવા વગેરેની પાછળ જ પોતાની આખી જિંદગી ફેંકી રહ્યો છે... જરાક પણ દુઃખ કે દર્દ વિના..... લાજ કે શરમ રાખ્યા વિના. ભારતવર્ષની મહાન્ આર્ય મહાપ્રજાએ પોતાનાં સાંસ્કૃતિક મૂલ્યો ખતમ કર્યાં છે. લગભગ ખતમ થઈ ગયાં છે. હવે તો ભગવાન બચાવે. હવે ખુલ્લેઆમ બે પ્રકારની જીવનશૈલીનો સંઘર્ષ શરૂ થઈ ગયો છે. પૂર્વની જીવનશૈલી કે પશ્ચિમની જીવનશૈલી અપનાવવી? કઈ શૈલી ભારતીય પ્રજાના હિતમાં છે? તે નક્કી કરી લેવું પડશે. હવે નથી રહ્યો; મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદ વચ્ચેનો દાયકાઓ જૂનો સંઘર્ષ! રશિયા જેવા ધરખમ સામ્યવાદી રાષ્ટ્રમાંથી પણ સામ્યવાદનું ઝાડ મૂળ સાથે ઊખડી ગયું છે. લેનિન, સ્ટેલીન અને કાર્લમાર્ટ્સ સુધ્ધાનાં બાવલાંઓ ત્યાંથી ખસેડાઈ ચૂક્યાં છે! કહેવાતું સ્વરાજ આ દેશમાં ઈ.સ.૧૯૪૭ની સાલમાં આવ્યુ. તે વખતથી ખૂબ Page #134 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ઝપાટાબંધ આ દેશની પ્રજામાંથી તૈયાર થઈને દેશાગ્રણી બનેલા જવાહરલાલો વગેરેએ પરદેશીઓની વૈજ્ઞાનિક વગેરે સ્તરની ઘણી બધી વસ્તુઓ લીધી... હજી પણ સુપર કોમ્પ્યુટર, રોબોટ, ટેકનોલોજી વગેરે લેતા જ ગયા છે પરંતુ આ લોકોએ પરદેશીઓની જીવનશૈલી સ્વીકારવાની બિલકુલ જરૂર ન હતી. ઘણી રીતે એવું હું સાબિત કરી શકું છું કે ઢંગધડા વિનાની એ જીવનશૈલી ભારતની પ્રજાને માટે બિલકુલ આવકાર્ય નથી. જો એ વડીલોએ પરદેશી ‘બધું' સ્વીકારવાની સાથે પણ પોતાની - પૂર્વની ઋષિદત્ત જીવનશૈલી પરદેશીઓને આપી હોત તો તેઓ આ દેશના ઋણભાર નીચે દબાયા હોત. તેઓ સદા આ દેશનો ઉપકાર માન્યા કરત. કેમકે પૂર્વની જીવનશૈલી અપનાવવાથી તેમનું સામાજિક, કૌટુંબિક, રાજકીય બધા સ્તરોનું — જીવન સુવ્યવસ્થિત, આબાદ અને સમૃદ્ધ બન્યું હોત. તેમની જીવનશૈલીએ તો તેમનું ગાંડપણ, વિલાસના અતિરેકથી આરોગ્યનાશ, હતાશા, મરવાની સતત ઈચ્છા, કજીઆ, સ્વાર્થ, લૂંટફાટ, ડીસ્કો ડાન્સ, પોપ મ્યુઝિક વગેરે, વગેરે ઢગલાબંધ ઝેરી ફળોની જ ભેટ આપી છે. જે ફળોને ખાતાં તેઓ મરી ચૂક્યા છે અથવા મરણતોલ હાલતમાં પટકાઈ ગયા છે. ૧૩૪ આપણે તેમને ત્યાગ, પરાર્થ, ધૈર્ય, કરુણા વગેરે પાઠો શીખવવા જોઈતા હતા. અવિભક્ત-કુટુંબ, માતાપિતાનું પૂજન, અતિથિ-સત્કાર, મોક્ષનું લક્ષ, ભોગો પ્રત્યે અનાસક્તિ, સંસાર પરિત્યાગીને સંન્યાસનો સ્વીકાર, મરણસમાધિ, ઈશ્વરપૂજન, રાષ્ટ્રદાઝ, પવિત્રતાની ખુમારી વગેરે પદાર્થો ભેટ કરવાની જરૂર હતી. આ બધું શીખીને તેઓના જીવનસમૃદ્ધ બની ગયા હોત, પોતાની અઢળક સમૃદ્ધિનું પાચન કરી શક્યા હોત. અનેકોને તે સમૃદ્ધિમાં ભાગીદાર બનાવી શક્યા હોત. આ વિષયને લગતા ત્રણ વિચારો અહીં રજૂ કરું છુ. જ્યાં શાળાએ જતા કિશોરો હથિયારસજ્જ થયેલા હોય છે. —આર. વી. શાહ તમારા હાથમાં ચાબુક હોય કે પિસ્તોલ હોય અને બેરોકટોક કોઈકની પણ ઉપ૨ વા૫૨વાની તમને સત્તા હોય તો તેવી પરિસ્થિતિમાં તમારો અહમ્ ઘણો સંતોષાય અને તમને મોટાઈ ભોગવ્યાનું ખૂબ જ સુખ મળે પણ તમારી સત્તાનો દુરુપયોગ કર્યા વગ૨ તમે રહેશો નહિ અને એ દુરુપયોગમાંથી ઉદ્ભવતી પ્રત્યાઘાતોની હારમાળાને તમે રોકી શકશો પણ નહિ. ભસ્માસુરની પૌરાણિક કથા ભલે હકીકતમાં ના હોય પણ એ બોધકથાસ્વરૂપે જરાય ખોટી નથી. ક્યારેક તો મતિભ્રષ્ટ થવાય છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૩૫ જે હાથ અન્યને મસ્તકે ટેકવવાથી જો તે જીવતેજીવ સળગી જાય તો તેવો હાથ ભૂલથી સ્વમસ્તકે લાગ્યા સિવાય રહેતો પણ નથી. દ્વિતીય વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ બાદ અમેરિકાના રાજકારણીઓએ પોતાની જાતને આ જગતના જમાદાર તરીકે ઠોકી બેસાડવાની એકેય તક જતી કરી નથી પરંતુ ક્યારેય તેઓએ તેમાં ચતુરાઈથી પણ કામ લીધું નથી. વધુપડતું બળ ઘણે ભાગે બુદ્ધિવિકાસને રૂંધે છે. અમેરિકાએ તક મળી ત્યાં લશ્કર દ્વારા ઘૂસણખોરી કરવા આડે કોઈની શેહશરમ રાખી નથી. તેથી તેને ખૂબ જ નુકસાન થયું છે. પરદેશમાં ગયેલા આ સમૃદ્ધ રાષ્ટ્રના સૈન્યોએ અનેક બદીઓ ફેલાવી છે. દારૂ, જુગા૨, વ્યભિચાર અને તેમાંથી ઉદ્ભવતી નિર્મમ ક્રૂરતા. સૌથી વધારે અમેરિકન સૈન્યો જો સૌથી લાંબામાં લાંબો સમય રહ્યા હોય તો તે વિયેટનામમાં. અહીં ૧૯૫૪થી લઈને બે દાયકાથીયે વિશેષ સમય સુધી રહીને અનેક દૂષણોમાં આળોટેલા અને હતાશાના માર્યા અનેક દુષ્કૃત્યો કરી બેઠેલાં અમેરિકન સૈન્યોના જવાનો જ્યારે પોતાને દેશ પાછા ફર્યા ત્યારે ત્યાં પણ એમણે એ જ પાશવલીલાનું પ્રદર્શન કર્યું હતું. આને પરિણામે અમેરિકન સમાજમાં ભારે અંધાધૂંધી અને અવ્યવસ્થા ફેલાઈ ગયાં છે. લોકો સલામતીની ભાવના ખોઈ બેઠા છે. દર વર્ષે હજા૨ોને હિસાબે હત્યાઓ થાય છે. એકેય મિનિટ એવી નથી જતી કે જ્યારે અમેરિકામાં કોઈ ને કોઈ ઠેકાણે સ્ત્રી ઉપર બળાત્કારનો બનાવ ના બન્યો હોય. ધાડ, ચોરી, ગોળીબાર, અપહરણ તો થાય જ છે પણ બેવડાબાજીનું પ્રમાણ પણ એવું જબરદસ્ત છે કે ઢગલાબંધ અકસ્માતો રોજેરોજ થાય છે અને સેંકડો લોકો તેમાં જાન ગુમાવે છે. તેનાથીયે વધુ લોકો અપંગ બને છે. નવી પેઢી ઉપર આ કુસંસ્કારનો એવો ક્રૂર પડછાયો ફરી વળ્યો છે કે સમાજશાસ્ત્રીઓ હવે આ કોયડાને કેમ ઉકેલવો તેની મૂંઝવણમાં પડ્યા છે. વધુમાં આ બધા ઉપ૨ છોગું ચઢાવ્યું હોય તેમ પ્રમુખ રેગને સ્ટાર વોર્સની ઝુંબેશ દ્વા૨ા લડાઈનુ એક વાતાવરણ જમાવી દીધું. આને લઈને બેફિકરા લોકો અને નવી પેઢીના યુવાનો કેવળ આજની મોજમઝા ગમે તે ભોગે માણી લેવા માગે છે, કાલની કોઈને પડી નથી. આ ઊગતી પેઢીની હાલત ઉ૫૨ એક નજર કરીએ. ન્યુયોર્ક ભૂગર્ભ ટ્રેનનો એક ડબો સ્કૂલના વિદ્યાર્થીઓથી ઊભરાતો હતો. પંદર વર્ષનો એક હૃષ્ટપુષ્ટ છોકરો મારી બાજુમાં ઊભો હતો. માથાના વાળ ઉપર Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ બાર પ્રકારની હિંસાઓ અવારનવાર તેના હાથ ફરતા હતા. હીરો-સ્ટાઈલમાં તેને ઓછપ લાગી એટલે જેકેટની ઝીપ ખોલીને અંદરથી દાંતિયો કાઢી વાળમાં ફેરવ્યો. ખુલ્લા જેકેટની અંદર મારી નજર પડી. એક પટ્ટાની સાથે બંધાઈને પિસ્તોલ ત્યાં દબાયેલી પડી હતી. સેટરડે નાઈટ સ્પેશિયલ નામથી ઓળખાતી આ પિસ્તોલ કદમાં નાની હોય છે પણ કાતિલ ગણાય છે. મને તેની પિસ્તોલ તરફ નજર ઠેરવતો જોઈને તેને જરાયે સંકોચ ના લાગ્યો. ઊલટું જાણે અભિમાન લેતો હોય તેમ મુંબઈના પોલીસ ઈન્સ્પેક્ટરની જેમ તેણે પણ સસ્મિત ચહેરે પિસ્તોલના હાથાને પંપાળ્યો. જરાયે સંકોચ પામ્યા વગર તેણે સાહજિક રીતે ફરી વાર જેકેટ હતું તેમ બંધ કરી દીધું. 1 ખિસ્સામાં આવું જીવલેણ હથિયાર હોય તો કોઈનેય મનમાં ઉચાટ ના રહે અને તેથી જ રક્ષણાર્થે લોકો અમેરિકામાં પિસ્તોલ રાખતા થઈ ગયા છે. આની નકલ કરવા માટે યુવાન પેઢીને કહેવાની જરૂર નથી હોતી – અમેરિકામાં હથિયાર ખરીદવા માટે કોઈ વિધિ કરવી પડતી નથી ગમે તે પુખ્ય વયનો આદમી ફાયર આર્મ્સની દુકાને જઈને પોતાને ફાવે તે ખરીદી કરી શકે છે. ફક્ત તેનું નામ-સરનામું રજિસ્ટરમાં નોંધાય છે એટલું જ. કરોડો ગન, રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ અને એવી જુદી જુદી જાતનાં અને જુદાજુદા ઉપયોગ માટે મુકરર થયેલાં હથિયારો આજે અમેરિકામાં લોકોના કબજામાં છે. તેની સંખ્યા કદાચ બાકીની દુનિયામાં લોકોના કબજામાં રહેલા એકંદર સંખ્યાના હથિયારો સાથે જ કરી શકાય. અમેરિકા જેટલા પ્રમાણમાં જો બીજે કશેય લોકોની પાસે હથિયારોની માલિકી હોય તો તે દક્ષિણ આફ્રિકાની ગોરી પ્રજા પાસે છે. ચાલીસ લાખ ગોરાઓ પાસે તેમની સંખ્યા કરતાંયે વિશેષ સંખ્યામાં હથિયારો સંઘરાયેલાં પડ્યાં છે. ત્યાં તેઓ બહુમતી નિગ્રો પ્રજાથી ડરે છે. આજની શાળાએ જતી અમેરિકન યુવાન વિદ્યાર્થી પ્રજા, જેઓ ન્યુયોર્કમાં છે તેઓ પૈકીના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ખિસ્સામાં એકાદ હથિયાર રાખતા હોય છે. સ્કૂલનું સત્ર શરૂ થયા બાદ ન્યુયોર્કની એકસો અગિયાર જાહેર શાળાઓમાં ચાર મહિનાઓ સુધી પોલીસે અવારનવાર દરોડા પાડીને વિદ્યાર્થીઓની ઝડતી લીધી હતી. આ ઝડતીમાં હજાર ઉપર હથિયારો ઝડપાયાં હતાં. નવાઈની વાત છે કે તેમાં છોંતેર જેટલા હાથબામ્બ હતા, બે તો રાઈફલ પણ મળી આવી. પોણા છસો છરાઓ પણ મળ્યા હતા. રેઝર બ્લેડ અને અણીદાર સ્કૂ-ડ્રાઈવર તો અસંખ્ય હતાં. શાળામાં ભણતરની સાથે દારૂ, ડ્રગ અને ગુનેગારીની ભેળસેળ થઈ ગઈ છે. પ્રમુખ રેગનની પણ આંખ ઊઘડી છે. એડવિન એલ. મિસે નામના નવા એટર્ની Page #137 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૩૭ જનરલને તેમણે આદેશ આપ્યો છે કે શાળામાંથી આ ગુનેગારીને હટાવી કાઢો. આને માટે મદદ કરવા બધી સરકારી શાખાઓને આદેશ દઈને પ્રમુખે શિક્ષકોને પણ શિસ્તની સ્થાપના કરવા સહકાર માટે વિનંતિ કરી છે. શિક્ષકોએ રોકડું પરખાવ્યું કે પ્રમુખે કલ્યાણ યોજનાઓમાં કાપ મૂકીને શિક્ષણ તથા વિદ્યાર્થીઓને અપાતી ગ્રાન્ટ તથા મદદ ઓછાં કર્યા છે. આના ઉપરથી ધ્યાન હટાવીને લોકો આ ગુનેગારીની ચિંતામાં પડી જાય એટલા માટે જ પ્રમુખે અતિશયોક્તિ સાથે પરિસ્થિતિનું ગંભીર ચિત્ર દોર્યું છે. ન્યુયોર્કમાં આજે ગુનેગારી ફાલીફૂલી છે. હિંસા, બળાત્કાર અને નાણાંભૂખને લઈને લોકો અનેક દુષ્કૃત્યો કરે છે. આવા સમાજમાં જે બાળકો ઊછેરે છે તેને આ બધી કુટેવોની અસર થાય છે, માટે હથિયારો લઈને ફરતા છોકરાઓ ઉપર જ દોષનો ટોપલો ઓઢાડી દેવો એ પણ વ્યાજબી નથી જે બાર, પંદર કે વીસની ઉંમરના છોકરાઓ મને મળ્યા તેઓ ઘણેભાગે દિશાશૂન્ય હતા. જે લોકો માટે તેમને માન હોવું જોઈએ કે જેઓને માન આપવાનું તેઓને કહેવામાં આવે છે તે પૈકીના, માતાપિતા, શિક્ષકો, નેતાઓ, પાદરીઓ અને એવા સમાજના અનેક મુરબ્બીઓના જીવનમાં તેમને એકવાક્યતા, પ્રામાણિકતા અને ચારિત્ર્યનાં દર્શન થતાં નથી. તેઓએ આપેલા બોધ અને શિખામણ પણ ઊલટસૂલટી હોય છે. વધુમાં ટેલિવિઝન તેમને એક રોગની જેમ લાગુ પડી ગયું છે. તેમાંથી ધ્રુજારી અને વિકૃત આનંદ મળે છે, પણ કોઈ સમસ્યાનો ઉકેલ મળતો નથી. એક શાળામાં જવાનું થયું અને ત્યાં સૌ પ્રથમ મુલાકાત જેની સાથે થઈ તે ગણવેશધારી રક્ષક હતો. જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ મારી કડક તપાસ થતી ગઈ. સરકારી ખજાનો કે ટંકશાળની મુલાકાતમાં જેવો અનુભવ થાય તેવો આ અનુભવ હતો. આખી શાળા કોઈ એક કેદખાના જેવી હતી. આની બૂરી અસર વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકો ઉપર થયા સિવાય રહેતી નથી. વધુમાં આ શિક્ષકોનો દરમાયો પણ અન્ય વ્યવસાયની બરોબરીમાં ઓછો હોવાથી ભારતના શિક્ષકોની જેમ તેઓ પણ પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવ્યા સિવાય રહેતા નથી. એની અસર શું થાય તેનો વિચાર કોઈ ક્યારેય કરતું નથી. કેટલાક કિશોરો સાથે મારે ખુલ્લેદિલ વાતચીત થઈ ત્યારે તેઓએ કહ્યું કે તેઓ હથિયાર રાખે છે પણ બચાવ માટે. ન્યુયોર્ક શહેર અસલામત ગણાય છે. આ માનવા જેવી વાત છે. પરંતુ વધારે ચિંતાજનક વાત એ છે કે વિદ્યાર્થીઓ આપસમાં Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ બાર પ્રકારની હિંસાઓ પણ ઝઘડે છે. ઘણેભાગે જાતીય દંગલ જેવા આ ઝઘડા હોય છે અને ત્યારે કાળાગોરાની પાર્ટીઓ બની જાય છે. હથિયારવાળાઓ આગળનો મોરચો જાળવે છે. મારામારી પછી કોણે કોને માર્યો એ યાદ રાખીને ઘાયલ કિશોર ઘરે જઈને મોટાભાઈ, બેન કે કયારેક બાપને બોલાવીને પેલાને અધવચાળે પકડીને પણ ઠમઠોરે છે. આને લઈને હથિયાર રાખવાનું વાજબી કારણ મળી જાય છે. આ સિવાય કિશોરોને લૂંટી લેતા ચોર-લબાડ લોકોની સામે રક્ષણ કરવાની પણ કયારેક જરૂર પડે છે. આ લોકો કિશોરો પાસેથી પૈસા, ઘડિયાળ કે ઘરેણું હોય તો ચીલઝડપ કરી જાય છે. મોટી ઉંમરના છોકરાઓ સ્ત્રીમિત્ર સાથે ફરવા નીકળે અને કોઈ અદેખો સહવિદ્યાર્થી પોતાની સ્ત્રીમિત્રને આંચકી ના જાય તે માટેય હથિયાર રાખવાનું ઉચિત માને છે રાજકીય નેતાઓ ઘણી સુફિયાણી વાતો કરતા હોય છે. વિદ્યાર્થીઓ ઉપર કડક શિસ્ત લાદવાની વાતો કરે છે પણ તેમને ગુનેગારોથી ખદબદતા સમાજથી રક્ષણ આપવાનું સગવડપૂર્વક ટાળે છે. ન્યુયોર્કની ગુનેગારીને નાથવા માટે કડક સજાઓ અને વધુ જેલો કરવી જોઈએ એમ કહેનારાઓ મૂળને તો નાથવા માગતા નથી. ન્યુયોર્કનો સમાજ એવો તો ખદબદી ગયો છે કે અમેરિકાના અન્ય પ્રદેશોમાંથી આવેલાં પોતાના બાળકોને ‘દેશ'માં મોકલી દે છે. ત્યાં ભણી કરીને યુવાન થાય ત્યારે જ તેમને ન્યુયોર્ક બોલાવે છે, જેથી તેઓ ક્ષીરનીર ન્યાય કરી શકે અને પોતાની જાતને અળગી અને સલામત રાખી શકે. કુટુંબ અને સમાજની કેવી અસ૨ કિશોરોના મનમાં થાય છે તેનું એક જ્વલંત ઉદાહરણ છે. એક પિતા પોતાની પત્નીને દારૂ પીને રોજ ફટકારે, જુગારમાં હારીને આવે ત્યારે પણ મારે. તેમના યુવાન બાળકને આનો ખૂબ જ ગુસ્સો, પણ લાચાર. એક દિવસે કોઈકે તેને છરી આપી, તેણે ખિસ્સામાં રાખી અને સલામતીની ભાવના તેનામાં ઊગી તે તેને ગમ્યું. પિતાને મારવાની ઈચ્છા થાય પણ ડર લાગે અને તેનું મન ભારે તાણ અનુભવે. તે શાળામાં ગેરહાજર રહેવા લાગ્યો. પછી ડ્રગ લીધાં. એક વાર ઝઘડો કરીને બીજા વિદ્યાર્થીને છરી ભોંકી દીધી. શિક્ષકને તેણે કહ્યું કે પિતાને મારવા રાખેલી છરીથી તેમને ના મારી શક્યો એટલે અહીં વપરાઈ ગઈ. એક બીજી સત્તર વર્ષની વિદ્યાર્થિનીને તો તેના પિતાએ જ એક પિસ્તોલ આપી રાખી હતી. કોઈ તેના ઉપર બળાત્કાર કરે કે હુમલો કરે તો સ્વરક્ષાર્થે વાપરવા માટે, આ હથિયાર જ્યારથી તેણે રાખ્યું હતું ત્યારથી તેનામાં સલામતીની ભાવના Page #139 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૩૯ અને આત્મશ્રદ્ધા વધી ગઈ હતી. પરંતુ આ તે કેવો સમાજ, જ્યાં સત્તર વર્ષની, હાઈસ્કૂલમાં ભણતી છોકરીને પણ આવાં સલામતીનાં પગલાં લેવાં પડે? વધુમાં યુવાન બાલિકાઓમાં ગેરકાયદે ગર્ભાધાનનું પ્રમાણ તો અત્યંત ભારે થઈ ગયું છે. અમેરિકામાં પંદરથી ઓગણીસ વર્ષની દર એક હજાર યુવતીઓમાંથી છનું છોકરીઓને ગર્ભ રહ્યો હોય છે. લગભગ દસ ટકાનું આ પ્રમાણ ખૂબ જ ઊંચું છે. ઈંગ્લેંડમાં આ પ્રમાણ પિસ્તાળીસનું છે, કેનેડામાં ચુંમાળીસ, ફ્રાંસમાં વેંતાળીસ અને હોલાન્ડમાં હજારે ફક્ત ચોદનું છે. જાતીય શિક્ષણ બાબત મતભેદ હોવાથી અને ગર્ભાધાન થયા બાદ સાચી સલાહ મળવામાં વિલંબ થવાથી આ યુવતીઓ ગર્ભપાત કરાવવામાંથી પણ રહી જવાના બનાવો વ્યાપક છે. સંતતિ-નિયમન અંગે પણ આ છોકરીઓને ખાસ જ્ઞાન નથી હોતું. એ સિવાય કાળા નાગરિકો પ્રત્યે અમેરિકામાં ભેદભાવ રખાતો હોવાથી તેની અસર પણ સમાજ ઉપર પડે છે. આ લોકો સમૃદ્ધિની છોળો વચ્ચેય ગરીબીમાં અને બેકારીમાં સબડે છે. તેઓનો વિસ્તાર પણ જુદો હોય છે. કાયદાઓ થયા છે કે કાળાગોરા એક સમાન, પણ વ્યવહારમાં એવું નથી. જેમ ભારતમાં હરિજનનું છે તેમ જ. આ કાળા યુવાનો બેકાર હોય છે એટલે ગુનેગારી તરફ વળે છે. તેઓ પોતાના વિસ્તારમાં પણ ડ્રગ, દારૂ, જુગાર, વેશ્યાગીરી, બળાત્કાર, લૂંટફાટ, ખુનામરકી વગેરે અનેક ગુનાઓ આચરતા હોય છે. હાઈસ્કૂલમાં પણ કાળા યુવાનો પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કરતા નથી બેંતાળીસ ટકા જેટલી વિદ્યાર્થીઓ પૂરાં બાર વરસનું શિક્ષણ લેતા નથી,, વચ્ચેથી જ છોડી દે છે. શહેરમાં ગલીના ખૂણેખૂણે ડ્રગનો વેપાર ચાલતો હોય છે. લાખો યુવાનો આ બદીમાં પડેલા હોય છે. જેની અસર શાળાઓમાં પણ થાય છે. ત્યા પણ ડ્રગની લેતીદેતી ચાલે છે. પોલીસ જેમ ગુનેગારોને પકડે છે તેવી જ રીતે ઠીક લાગે ત્યારે શાળામાં પણ ઘૂસીને ગુનેગાર વિદ્યાર્થીઓને ઉઠાવી જાય છે. જ્યાં સુધી સમાજ સુધરે નહિ ત્યાં સુધી શાળામાં કેમ સુધારો થાય? આવું જ હથિયારનું છે. આપણી ભીંડીબજાર કે નળબજારમાં જેમ છુરાચાકુઓ મળે છે તેમ તે ન્યુયોર્કમાં પણ તેની અનેક દુકાનો છે. વળી જેઓ ડ્રગના ધંધામાં દલાલી કરે છે તેવા વિદ્યાર્થીઓને સેટરડે નાઈટ સ્પેશિયલ જેવી કાતિલ પિસ્તોલ ફક્ત છસો રૂપિયા જેવી રકમમાં આ ડ્રગવાળા જ આપતા હોય છે. અમેરિકામાં આટલાં નાણાં એટલે પચાસ ડૉલર જેવી Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ બાર પ્રકારની હિંસાઓ મામૂલી રકમ. વધુમાં કેટલાય શોખીનો તો ડઝનબંધી હથિયારો રાખતા હોય છે અને તમે તેને પૂછો તો શોખથી પોતાનો સંગ્રહ પણ બતાવતા હોય છે. ટી.વી. ઉપર તો અનેક પાત્રો, અબાલવૃદ્ધ, જુદીજુદી જાતની પિસ્તોલ લઈને જુદાજુદા વેશમાં હાજર થતા જ હોય છે. આ બધાથી કિશોરપ્રજા છવાઈ જાય છે, હેરત પામે છે અને પછી નકલ કરે છે. બર્નાર્ડ ગોએ ભૂગર્ભ રેલવેમાં હેરાન કરવા બદલ ચાર જણને ગનથી ઠાર કર્યા હતા તે બનાવને જે રીતે ચગાવાયો હતો તેની અસર કિશોરમાનસ ઉપર બહુ પડી છે. આથી હિંસાને ઉત્તેજન મળે છે. હાલ તો આમાંથી રસ્તો કાઢવા સુપ્રીમ કોર્ટે આદેશ દીધો છે કે શિક્ષકો ઠીક લાગે ત્યારે વિદ્યાર્થીની ઝડતી લઈ શકે છે. પણ એક શાળામાં શિક્ષકોએ આ આદેશનો અમલ શરૂ કર્યો ત્યારે તોફાન થઈ ગયું. આથી શિક્ષકોને રક્ષણ આપવાની પ્રમુખ રેગને ઈચ્છા વ્યક્ત કરી છે. વિદ્યાર્થીઓ તેની સામે કોર્ટે જવાની ધમકી આપે છે. આવું જોઈને તો શિક્ષક-વિદ્યાર્થી સંબંધો ઉપર લાંબા ગાળાની અવળી અસર પડે તેવો બધાને ડર છે – સમસ્યાનું નિરાકરણ હજુયે એટલું જ દૂર છે. વિજ્ઞાનયુગના પરિપ્રેક્ષ્યમાં સર્વોદય આંદોલન – કાન્તિ શાહ (ભૂમિપુત્ર) સોળમી સદીમાં યુરોપમાં એક નવી લહેર ઊઠી. પુનરુત્થાન (રેનેસાં) અને ધાર્મિક સુધારા (રિફોર્મેશન)નાં પરિબળોએ એક નવું સાંસ્કૃતિક વાતાવરણ જમાવ્યું. આરંભમાં તેનું સ્વરૂપ સંસ્થાકીય ધર્મ (ચર્ચ) સામેના વિદ્રોહનું હતું. પછી આર્થિક, સામાજિક, રાજકીય બધાં ક્ષેત્રોમાં તેની અસર ફેલાતી ગઈ. માનવ-મુક્તિનો નારો ઊઠ્યો. એક નવો જુવાળ : વિજ્ઞાનયુગ બે-ત્રણ શતાબ્દીની અંદર આ નવી હવા ચારેકોર ફેલાઈ ગઈ. એક નવો જુવાળ આવ્યો. જ્ઞાન-વિજ્ઞાનનાં નવાં નવાં ક્ષેત્રો ખેડાવા લાગ્યા. નવી શોધખોળો થવા લાગી. પૃથ્વીના પટ પર ફરી વળીને નવા નવા પ્રદેશો શોધવાની તમન્ના જાગી. વાહનવ્યવહાર અને સંદેશ વ્યવહારનાં નવાં નવાં સાધનો ઊભાં થવા લાગ્યા. નવી નવી ઊર્જા અને યંત્રસામગ્રી શોધાઈ, જેના પરિણામે ઔદ્યોગિકીકરણનો એક નવો તબક્કો શરૂ થયો. રાજકીય ક્ષેત્રમાં લોકશાહીના નવા નવા પ્રયોગો શરૂ થયા. Page #141 -------------------------------------------------------------------------- ________________ וד બાર પ્રકારની હિંસાઓ ૧૪૧ નેશનલ સ્ટેટ ઊભાં થયાં. મધ્યકાલીન રાજ્યવ્યવસ્થા, સામંતશાહી વગેરે જર્જરિત થઈને વિલીન થવા લાગી. રાજ્યવ્યવસ્થામાં લોકોનો પોતાનો પણ અવાજ હોવો જોઈએ, એવી ભાવના ધીરે ધીરે ખીલતી ગઈ. એક નવી આર્થિક વ્યવસ્થા પણ ઊભી થઈ ગઈ. ઉત્પાદનની પદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું. ઉત્પાદન અનેક ગણું વધ્યું. ખેતી સિવાય અન્ય વ્યવસાયો વધવા લાગ્યા. માણસની સુખ-સગવડ માટે જાતજાતની ચીજવસ્તુઓ બનવા લાગી. વસ્તુ-વિનિમય માટે બજારનું એક જટિલ તંત્ર ઊભું થયું. બજારની જાળ ચારેકોર ફેલાતી ગઈ. આ બધાની અસર માણસના વ્યક્તિગત તેમ જ સામાજિક જીવન પર પણ પડતી ગઈ. માણસનાં વિચારો, અરમાનો, મૂલ્યો બદલાયાં. રહેણીકરણી, માન્યતાઓ, રીતરિવાજો, સામાજિક સંસ્થાઓ, માણસ માણસ વચ્ચેના સંબંધો, બધામાં જ ધરમૂળથી પરિવર્તન આવતું ગયું. એક નવી જીવનદૃષ્ટિ પાંગરી, જગત વિશેના અને જગત સાથેના માણસ સંબંધ વિશેના નવા ખ્યાલો ઊભા થયા. પ્રગતિ અને માનવ વર્ચસ્વ વિશેનો એક નવો આશાવાદ જન્મ્યો. માનવ–પુરુષાર્થના આ નવા પર્વમાં વિજ્ઞાનની શોધખોળોએ સૌથી મહત્ત્વનો ભાગ ભજવેલો. ભૌતિક વિજ્ઞાનમાં અનેક નવા નવા આવિષ્કારો થયા. અનેક મહાન વિજ્ઞાનીઓએ ભૌતિક જગતનાં ઊંડામાં ઊંડા રહસ્યોને પ્રગટ કરવાનો પુરુષાર્થ કર્યો, તેથી આ નવો જુવાળ વિજ્ઞાનયુગ તરીકે ઓળખાવા લાગ્યો. આ વિજ્ઞાનયુગમાં એક નવી વિચારસરણી ઊભી થઈ. એક નવું જીવન-દર્શન અને વિશ્વદર્શન સ્થાપિત થયું. એને નવી વિચારસરણીના આધારે નવાં નવાં શાસ્ત્રો રચાયાં, નવાં નવાં સિદ્ધાંતો સ્થાપિત થયા, નવી જીવનપદ્ધતિ ઊભી થઈ. પાયાની ભૌતિકવાદી વિચારસરણી વિજ્ઞાનયુગના આરંભકાળમાં સંસ્થાકીય ધર્મ સામેના વિરોધનું માનસ બનેલું. ધર્મ, નીતિમત્તા, સાદાઈ, સંયમ વગેરેની બધી વાતો હવે જુનવાણી લેખાવા લાગી. એ બધું માણસની પછાત અવસ્થા અને પછાત માનસનું સૂચક હતું, એમ મનાવા લાગ્યું. (વિજ્ઞાન અને ધર્મ વચ્ચે ખાઈ પડી ગઈ, અને દિવસે દિવસે તે વધુ ને વધુ પહોળી થતી ગઈ. ભૌતિકતા અને આધ્યાત્મિકતા જાણે સાવ બે સામસામા છેડાની વાત હોય, એવું વલણ ઘર કરતું ગયું. માણસને અંધશ્રદ્ધામાંથી બચાવવા માટે બુદ્ધિ અને તર્ક ઉપર વિશેષ ભાર મુકાતો ગયો. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ બાર પ્રકારની હિંસાઓ તે વખતની સામાજિક પરિસ્થિતિએ પણ આ વલણને મજબૂત બનાવવામાં ઘણો બધો ભાગ ભજવ્યો. માણસનાં વિચારસ્વાતંત્ર્ય, વાણીસ્વાતંત્ર્ય અને વર્તનસ્વાતંત્ર્ય ઉપર ત્યારે ધર્મસંસ્થાનાં સ્થાપિત હિતોની મોટી તરાપ પડી. સૂર્ય પૃથ્વીની આસપાસ નથી ફરતો, પણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એવા કોપરનિકસ અને ગેલિલિયોના પ્રતિપાદન માટે તેમને ખૂબ જ રંજાડવામાં આવેલા અને તેમના પર ભારે જુલમ ગુજારવામાં આવેલો. એવી જ રીતે બ્રુનોને ધર્મવિરોધી જાહેર કરી જીવતો સળગાવી મૂકવામાં આવેલો. સ્પિનોઝા જેવા સંત પ્રકૃતિના માણસને પણ તેની સમકાલીન ધાર્મિક સંસ્થાઓએ ધર્મભ્રષ્ટ અને નાસ્તિક કહી ખૂબ ખૂબ સતાવેલો. વિજ્ઞાનયુગના આરંભકાળની વિપરીત સામાજિક પરિસ્થિતિની ઘેરી અસર તે વખતના વિચારકો અને નવા નવા વિજ્ઞાનના ખેડણહારો ઉપર પડી. નવા પાંગરી રહેલા વિજ્ઞાનના નિયમો અને પરહેજીઓ વગેરે ગોઠવવામાં આ વસ્તુઓ પણ ઘણો ભાગ ભજવ્યો. આના પ્રત્યાઘાતરૂપે વિજ્ઞાનયુગની નવી વિચારસરણીના મનીષીઓએ વિજ્ઞાનને ધર્મ વગેરેથી સંપૂર્ણપણે મુક્ત રાખવાનું વલણ અપનાવ્યું. માનવના વિચાર અને વ્યવહાર ઉપર કોઈ બાહ્ય નિયંત્રણ ન ખપે અને જેના ઉપર માણસનું પોતાનું પ્રત્યક્ષ નિયંત્રણ ન સંભવતું હોય, એવી કોઈ આંતરિક ચીજો પણ ન ખપે. પરિણામે, ઈન્દ્રિયગોચર જ્ઞાન અને તર્કબુદ્ધિ ઉપર જ બધો મદાર રહ્યો. જેને તોલમાપી શકાય, તર્કબુદ્ધિથી જેના અફર ને ચોક્કસ નિયમો બાંધી શકાય, તે જ વૈજ્ઞાનિક ગણાય. આની બહારનું તે બધું અવૈજ્ઞાનિક, અને તે હવે માણસના કામનું નહીં. આધુનિક બુદ્ધિવાદના જનક દકાર્ત જાહેર કરી દીધું કે, “જેમણે સત્યના ધોરી માર્ગે ચાલવું હોય, તેમણે ગણિત અને ભૂમિતિ જેવા ચોક્કસ ને અફર નિયમો જેને લાગુ ન પડી શકે એવી કોઈ પણ ચીજ તરફ ધ્યાન જ ન આપવું... માત્ર તર્કબુદ્ધિ જેની સાબિતી આપે, એ જ વાત માનો.' આનો અર્થ એ થયો કે, આત્માને ન તોલી શકાય, ન માપી શકાય, ન પ્રયોગશાળામાં તેને સાબિત કરી શકાય, તો પછી વિજ્ઞાનના ક્ષેત્રમાં તેનું અસ્તિત્વ જ શી રીતે સંભવી શકે? વિવેકબુદ્ધિ, પાપપુણ્ય, ઈષ્ટ અનિષ્ટ, નીતિ અનીતિ વગેરેનું પણ એવું જ. તે બધા સાથે પણ વિજ્ઞાનને કશું નહાવા-નિચોવવાનું નથી. વિજ્ઞાનની પદ્ધતિ મૂલ્ય-નિરપેક્ષ છે. માટે જીવનમાં મૂલ્યો અને અર્થપૂર્ણતાની વાત કરવી નિરર્થક છે. જીવન એક અકસ્માત છે, તેનો ન કોઈ પરમ હેતુ છે, ન કોઈ અર્થ ના જીવનનું અને જગતનું દશ્ય અને ભૌતિક પાસું જ સાચું છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૪૩ આવી એક ભૌતિકવાદી વિચારસરણી ધીરે ધીરે રૂઢ થતી ગઈ અને ઓગણીસમી સદી સુધીમાં આ વિચારસરણીની આણ ચારેકોર પૂરબહારમાં પ્રવર્તી રહી. આજ સુધી લગભગ આ જ વિચારસરણી કાયમ રહી છે. છેલ્લાં ત્રણસો-ચારસો વરસમાં લોકોનું માનસ સામાન્ય રીતે આ જ વિચારસરણીથી ઘડાતું આવ્યું છે. જો કે આજે હવે આ વિચારસરણીની તળિયાઝાટક સમીક્ષા કરીને તેની ધરમૂળથી ફેર-વિચારણા થવી જોઈએ, એવો સૂર ખાસ કરીને વીસમી સદીના ઉત્તરાર્ધમાં ઘણો બળવત્તર બનતો જાય છે. માણસનું દૈવત હરાયું નવો નવો વિજ્ઞાનયુગ આવી ભૌતિકવાદી વિચારસરણીમાં જકડાઈ ગયો. પરિણામે જાણે-અજાણે વિજ્ઞાનનો પોતાનો એક નવો સંપ્રદાય ઊભો થયો,નવું સ્થાપિત હિત ઊભું થયું. મુક્તિનો ઝંડો લઈને નીકળેલાઓએ પોતે ફરી નવા ચુસ્ત નિયમો બાંધ્યા અને તેમાં માણસને જકડી લીધો. ભૌતિકવાદી વિચારસરણીની પોતાની જ કેટલીક નવી અદૃશ્ય કેદ ઊભી થઈ ગઈ. તેણે માણસનું દેવત જ હરી લીધું. બર્ટ્રાન્ડ રસેલે ભૌતિકવાદની આ વિચારસરણીના પાયામાં જ જે ભૂલ થઈ ગઈ, તેના તરફ બહુ વેધક રીતે આંગળી ચીંધી છે : “ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં, ભૌતિકવાદનો જન્મ એક અન્ય રૂઢિચુસ્ત મતવાદ (dogmatism)નો સામનો કરવાના પ્રત્યાઘાતરૂપે થયેલો. આ ભૌતિકવાદની પ્રસ્થાપના કરનારા મોટા ભાગના માણસો કાંઈ એવા નહોતા કે જેમને કોઈ જડ મતવાદમાં રસ હોય પરંતુ એ બધાને એમ લાગ્યું કે પોતાને જે મતવાદો પ્રત્યે અત્યંત અણગમો છે, તેને જો હાંકી કાઢવો હશે તો આના કરતાં ઓછું ચોક્કસ અને ઓછું ચુસ્ત કશું ચાલી શકશે નહીં. એમની સ્થિતિ એવા માણસો જેવી હતી, જેઓ શાંતિ સ્થાપવા માટે લશ્કરો ઊભાં કરતાં હોય છે !... અને એટલે એમણે જગતમાંથી ઈશ્વરને એક વ્યક્તિ તરીકે હાંકી કાઢ્યો. એટલું જ નહિ, પણ એક આદર્શ રૂપે ઈશ્વર તત્ત્વનેય રૂખસદ આપી દીધી. આ ઈશ્વરી તત્ત્વ પ્રત્યે તો માણસની મૂળભૂત નિષ્ઠા રહેલી હતી. તે જ વસ્તુ માણસ પાસેથી છીનવી લઈને ભૌતિકવાદે માણસને અનેકવિધ દબાણોનો અને ખેંચાણોનો શિકાર બનાવી મૂક્યો. માણસ પાસે કશુંયે આંતરિક રક્ષા-કવચ રહ્યું નહીં.' Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ બાર પ્રકારની હિંસાઓ અમર્યાદ ભોગવાદ આવો રક્ષા-કવચ વિહોણો માનવી અમર્યાદ ભોગવાદનો શિકાર બન્યો. અત્યાર સુધી માણસ જાતજાતના અભાવોથી ગ્રસ્ત રહેલો. વિજ્ઞાનની નવી નવી શોધખોળોને કારણે આમાંથી મુક્તિ પામવાનો અવસર સામે આવ્યો. આમાંથી જ અમર્યાદ ભોગવાદનો વિસ્ફોટ થયો. આર્થિક ક્ષેત્રમાંયે કોઈ નૈતિક નિયંત્રણ તો માનવામાં નહોતું આવ્યું. તેથી નવી આર્થિક વ્યવસ્થાએ પણ આ ભોગવાદને જુદીજુદી રીતે વકરાવવામાં જ પોતાનો લાભ જોયો. પરિણામે, ભોગવાદની એક ફિલૂસૂફી જ ઊભી થઈ ગઈ. માણસની આ પૃથ્વી પરની બધી સુખસગવડ પ્રાપ્ત કરવી, એ જ મુખ્ય ધ્યેય બન્યું. માણસ અને તેનું ભૌતિક સુખ, એ જ બધી બાબતનો માપદંડ બન્યો. કોઈ પણ બાબત માણસની ભૌતિક સુખ-સગવડ વધારવામાં કેટલી ઉપયોગી છે. તે પરથી તેનું મૂલ્ય અંકાવા લાગ્યું. માણસની સામે બસ માત્ર એક જ ધ્યેય રહ્યું કે નવા નવા વિજ્ઞાનની મદદથી પ્રકૃતિનાં પરિબળો ઉપર વિજય મેળવવો, તેમને પોતાનાં અંકુશમાં લેવાં અને પ્રકૃતિની બધી સાધનસંપત્તિનો યથેચ્છ ઉપભોગ કરવો. ટૂંકમાં, પ્રકૃતિ ઉપર આધિપત્ય જમાવવું અને પ્રકૃતિને લૂંટાય તેટલી લૂંટવી. તેમ કરતાં પર્યાવરણ વગેરેને ગમે તેટલું નુકસાન પહોંચતું હોય તેની કશી પરવા નહીં. આવો એક અણઘડ, અભદ્ર ભૌતિકવાદ ચારેકોર ફેલાયો. અત્યાર સુધી માણસ ઈશ્વરને અને સૃષ્ટિનાં પરિબળોને પૂજતો આવ્યો હતો. હવે તે માનવનિર્મિત સ્થળ ચીજવસ્તુઓને પૂજતો થયો. પૈસો પરમેશ્વર બન્યો. બજારું અર્થતંત્ર બધે છવાઈ ગયું.એલ્વિન ટોફલરના શબ્દોમાં : ઈતિહાસમાં સૌથી વધારે હિસાબી, લોભી, વેપારી માનસવાળી અને પૈસા પાછળ પાગલ એવી સંસ્કૃતિ આ બજારના અર્થતંત્ર ઊભી કરી. માણસ માણસ વચ્ચે નગ્ન સ્વાર્થ સિવાય, નિર્મમ રોકડ ચુકવણી સિવાય બીજો કોઈ સંબંધ રહ્યો નહીં. અંગત સંબંધો, કૌટુંબિક નાત, પ્રેમ, મૈત્રી, પડોશી અને સામુદાયિક સંબંધો બધા જ વેપારી સ્વાર્થને કારણે ખંડિત ને ભ્રષ્ટ બન્યા.' નવા સંપ્રદાય લીધેલ માનવબલિ ભૌતિક પ્રગતિ અને વિકાસનો એક નવો સંપ્રદાય ઊભો થઈ ગયો. ભૌતિક વિકાસ પાછળની આંધળી દોટમાં ખુદ માણસનીયે ઘોર ઉપેક્ષા થઈ. બેફામ યાંત્રીકરણને કારણે માણસ નગણ્ય બનતો જતો હતો. ઔદ્યોગિકીકરણની માણસના Page #145 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૪૫ વ્યક્તિત્વ ઉપર અત્યંત વિપરીત અસર પડી રહી હતી. પરંતુ ભૌતિક વિકાસ આગળ આની કોઈને તમા નહોતી. નવા અર્થશાસ્ત્રના જનક ઍડમ સ્મિથે પોતાના “વેલ્થ ઑફ નેશન્સ' પુસ્તકમાં લખ્યું : “માણસ આખો દિવસ જે રીતે વિતાવે, જે રીતે કામકાજ કરે, તે રીતે તેનું વ્યક્તિત્વ ઘડાય. માણસનું કામ તેને ઘડે છે. તમે જો એને બુદ્ધિહીન, યંત્રવત્ કામ આપશો, તો તે એક બુદ્ધિહીન, યંત્રવત્ વ્યક્તિ બનશે. અને પછી તે એક સારો નાગરિક નહીં બની શકે, કુટુંબમાં એક સારો પિતા કે એક સારી માતા નહીં બની શકે. પરંતુ બધા પ્રગતિશીલ દેશોમાં મોટા ભાગના માણસોના નસીબમાં આવી રીતે બુદ્ધિહીન, યંત્રવત્ કામ કરતાં કરતાં સંપૂર્ણપણે સત્ત્વહીન થઈ જવાનું જ લખ્યું છે.' તદ્દન ટાઢા પેટે ઍડમ સ્મિથે આવો નિયતિવાદ ભાખી દીધો. આ વિશે તેના મનમાં કશી અરેરાટી નથી જાગતી, અથવા આવું હરગિજ ન થવું જોઈએ એવુંયે કશું નથી ઊગતું, તેને બદલે એનું માનસ તો જાણે એવું બની ગયું છે કે આ ઠીક તો ન કહેવાય, પણ શું કરીએ, પ્રગતિ ને વિકાસ માટે આટલી કીંમત આપણે ચૂકવવી જ રહી. ધર્મસંપ્રદાયોએ જેમ પશુબલિ લીધા, માનવબલિ લીધા, એવી જ રીતે વિકાસ અને પ્રગતિના આ ભૌતિકવાદી નવા સંપ્રદાયે પણ માનવનો બલિ લીધો ! વિજ્ઞાનયુગ ભૌતિકવાદી શાસ્ત્રોના સકંજામાં આ બધું જ બની રહ્યું હતું તેને યોગ્ય ઠેરવવા આધુનિક બુદ્ધિવાદે નવાં નવાં શાસ્ત્રો અને થિયરીઓ ઊભાં કરી દીધાં. એ રીતે નવા અર્થશાસ્ત્ર એમ પ્રતિપાદિત કર્યું કે દરેક વ્યક્તિ પોતાનું હિત શેમાં રહેલું છે તે બરાબર સમજે છે અને તે સાધવા પોતાના સ્વાર્થની પ્રેરણાએ તનતોડ મહેનત કરે છે. તેથી આર્થિક પ્રેરણા, વ્યક્તિગત સ્વાર્થ અને ગળાકાપ હરીફાઈને મુખ્ય માનીને ચાલવામાં આવ્યું. ડાર્વિને આ જ માન્યતાને જીવશાસ્ત્રના ક્ષેત્રમાં પોતાના સ્પર્ધાત્મક જીવન-સંઘર્ષ અને “સરવાઈવલ ઑફ ધ ફિટેસ્ટ'ના સિદ્ધાંત મારફત વાચા આપી. પ્રત્યેક જીવને જીવનસંઘર્ષમાં ઊતરવું પડે છે અને તેમાં ટકી રહેવા માટે કુદરત યોગ્યતમની પસંદગી કરે છે. નબળા, અયોગ્ય અને બિનકાર્યક્ષમ જીવો ભૂંસાતા જાય છે. તે વખતે જે નવું માનસશાસ્ત્ર ઊભું થયું, તેણે પણ ત્યારની ભૌતિકવાદી ફિલસૂફીનું જ સમર્થન કર્યું. ફ્રોઈડ વગેરેએ એવી માન્યતા રૂઢ કરી કે સ્પર્ધા અને પરસ્પર દુશ્મનાવટ એ માનવ-સ્વભાવના મૂળભૂત લક્ષણો છે. માનસશાસ્ત્ર પણ એવું જ પ્રતિપાદિત કર્યું Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ બાર પ્રકારની હિંસાઓ કે માણસ સ્વાર્થી છે, લોભી છે, પ્રતિસ્પર્ધામાં રાચનારો છે. આ સ્પર્ધાત્મક દોટમાં પહેલા આવવું તેમાં જ માનવજીવનની સાર્થકતા છે. પાછળથી આ વિશે માર્મિક ટીકા કરતાં એરિક ફ્રોમે કહ્યું છે : “આ બધી સગવડ ખાતર ઉપજાવી કાઢેલી થિયરીઓ છે. તેમાં માણસ ઉપર ખોટાં તત્ત્વોનું આરોપણ કરાયેલું છે. માણસના સ્વભાવનું તે બિલકુલ વિકૃત દર્શન છે. મૂડીવાદી ભૌતિકવાદી વ્યવસ્થાને સાચી ઠેરવવા માટે માનવસ્વભાવ વિશેની આવી વિકૃત માન્યતા રૂઢ કરી દેવામાં આવી છે. અને પછી તે વ્યવસ્થા પોતે માણસની એવી વૃત્તિઓને જ પોષે છે અને માણસને એવો બનાવી મૂકે છે. વાસ્તવમાં, માણસ સ્વભાવથી આવો નથી જ.” ભૌતિકવાદી ઔદ્યોગિક સંસ્કૃતિ આ બધાં શાસ્ત્રો પર આધારિત હતી, અને આ શાસ્ત્રો ત્યારે કોઈ પરમ સત્યો જેવી પ્રતિષ્ઠા પામ્યાં. એટલે ભૌતિકવાદની ગાડી સડસડાટ ચાલી અને વિજ્ઞાનયુગ સાવ ખોટી દિશામાં જતો રહ્યો. માનવમુક્તિ અને માનવ-કલ્યાણની ખ્વાહિશ સાથે શરૂ થયેલ વિજ્ઞાનયુગ માર્ગ ચાતરી ગયો અને ભૌતિકવાદના સકંજામાં સપડાઈ ગયો. રૂસો, રસ્કિન, મુધોં, બોદલેર, તોસ્તોય, વગેરે અનેક વિચારકો અને ચિંતકોએ આની સામે પહેલેથી ચેતવણીના સૂરો કાઢેલા. ભૌતિકવાદી સંસ્કૃતિનાં ઘણાં રોગિષ્ટ લક્ષણો તરફ એમનું ધ્યાન ગયેલું અને તેની સામે એમણે અવાજ પણ ઉઠાવેલો. પરંતુ ભૌતિક વિજ્ઞાનની અવનવી શોધખોળોએ માણસને આંજી નાખેલો અને પ્રગતિના જોરશોરથી વાગતા પડધમે તેના કાન બહેરા બનાવી દીધેલા. એટલે ઉપરટપકે જણાતી પ્રગતિ નીચે જે સડો અને અમાનવીકરણની પ્રક્રિયા ફેલાઈ રહી હતી, તે વિશે સાવધ રહેવાના અને તેને અટકાવવાના હોશ રહ્યા નહીં. ભૌતિકવાદી ફિલસૂફીનું ઘોડાપૂર બધે ફરી વળ્યું. માર્ક્સ રોગની જડ સુધી ન પહોંચી શક્યો માકર્સે માનવ-ગોરવ અને માનવ-મુક્તિનો બુલંદ નારો અવશ્ય પોકાર્યો. એક પ્રખર માનવતાવાદનું તેણે પ્રતિપાદન કર્યું. ઓદ્યોગિક સંસ્કૃતિમાં વધતા જતા અમાનવીકરણ (ડી-હ્યુમનાઈઝેશન) તેમ જ પરાયાપણા (એલિયનેશન)નું માકર્સે અત્યંત વેધક વિશ્લેષણ કર્યું. પરંતુ તેણે આને કેવળ માલિકી અને વિતરણનો જ સવાલ માન્યો. ઉત્પાદનનાં સાધનોની માલિકી સામાજિક કરી દેવાથી માનવના વિચ્છિન વ્યક્તિત્વનો અંત આવશે, એમ તેણે માની લીધું. ઔદ્યોગિક સંસ્કૃતિના Page #147 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૪૭ રોગની જડ એ પકડી શકયા નહીં. તત્કાલીન ભૌતિકવાદી થિઅરીઓના પ્રભાવમાંથી પણ માર્સ પોતાની જાતને મુક્ત નહોતો કરી શક્યો. તેણે મૂડીવાદની અને સામ્રાજ્યવાદની સજ્જડ ટીકા કરી, પરંતુ નવી ઔદ્યોગિક સભ્યતાને તો એ પણ સમાજનું સૌથી વધુ ઉન્નત સ્વરૂપ માનતો હતો, અને બધા સમાજો અનિવાર્યપણે એ જ દિશામાં જશે એવી એની માન્યતા હતી. એરિક ફ્રોમ આની માર્મિક આલોચના કરતાં લખે છે : “સામ્યવાદના ઘોષણાપત્રને અંતેના સુપ્રસિદ્ધ કથન-મજૂરોએ પોતાની જંજીરો સિવાય બીજું કશું ગુમાવવાનું નથી–માં એક ઘણી ગંભીર માનસશાસ્ત્રીય ભૂલ રહેલી છે. જંજીરોની સાથોસાથ તેમણે જંજીરોના વખતની બધી વિવેકશૂન્ય જરૂરિયાતો અને સંતોષોમાંથી પણ મુક્ત થવાનું છે. પરંતુ આ બાબતમાં માકર્સ અને એન્જલ્સ અઢારમી સદીના ભોળા આશાવાદ કરતાં કદી ઉપર ઊઠી શક્યા નહોતા.” આથી માકર્સના વિચારોએ મૂડીવાદ અને સામ્રાજ્યવાદ સામે જબ્બર પડકાર ઊભો કર્યો, પણ તેના મૂળમાં રહેલી ભૌતિકવાદી વિચારસરણી સામે તેના વિચારોથી કોઈ પડકાર ઊભો થયો નહીં. બલકે, તેના ઐતિહાસિક ભૌતિકવાદના સિદ્ધાંતથી તો જાયે-અજાણ્યે તત્કાલીન ભૌતિકવાદી વિચારસરણી જ વધારે પુષ્ટ થઈ. માર્કસ માણસની અંદરના નૈતિક તત્ત્વની ઉપેક્ષા કરી. એણે માની લીધું કે આર્થિક પરિસ્થિતિમાં પરિવર્તન થઈ જતાં. માણસનું સારાપણું આપોઆપ ઉપર તરી આવશે. તેણે એક નૂતન નૈતિક નવોત્થાનની આવશ્યકતા પ્રત્યે ધ્યાન જ ન આપ્યું. પરિણામ એ આવ્યું કે માકર્સ દ્વારા ઓદ્યોગિક સંસ્કૃતિની કેટલીક ઊણપો અને વિકૃતિઓ માટે એક સુધારક પરિબળ જગ્યું, પરંતુ આ ભૌતિકવાદી ઔદ્યોગિક સંસ્કૃતિમાં ધરમૂળથી પરિવર્તન આવવા માટેનું કોઈ પરિબળ માકર્સ દ્વારા ઊભું થઈ શક્યું નહીં. જો કે એરિક ફ્રોમે છેવટે એમ નોંધ્યું છે કે “પોતાની જિંદગીનાં પાછલાં વરસોમાં માર્સ પોતાના સિદ્ધાંતમાં કેટલાક ફેરફાર કરવા તૈયાર હતો, એમ લાગે છે. છેલ્લે છેલ્લે તે એમ માનવા લાગ્યો હતો કે પરસ્પર સહયોગ અને જમીનની સામૂહિક માલિકીના પાયા પર રચાયેલો પ્રાથમિક કૃષિ સમાજ એ એક અસરકારક સામાજિક સંગઠન હતું, અને તેના પરથી સીધા ઊંચામાં ઊંચા પ્રકારના સમાજીકરણને આંબી શકાય તેમ હતું. એને તો વચ્ચે મૂડીવાદી ઉત્પાદનના તબક્કામાંથી પસાર થવાની જરૂર ન પણ રહે.” પરંતુ પોતાના સિદ્ધાંતોનું આ ઢબે નવ-સંસ્કરણ કરવાની તક માકર્સને ન મળી. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ બાર પ્રકારની હિંસાઓ જીવનના સુખનું અનોખું રહસ્ય - નટુભાઈ ઠક્કર (સંદેશ તા. ૨૭જૂન ૮૫) અમેરિકા દેશ. એનું ટેક્ષાસ પરગણું. એનું સાન એન્ટોનીયો શહેર. એ શહેરની ધરતી ઉપર શનિ-રવિની રજાઓ ગાળવા,ફરવા, સંગ્રહસ્થાનો અને પ્રાણી-સંગ્રહાલયો જોવાં, એનાં તળાવો ને કેનાલોમાં બોટીંગ કરવા, સ્કાયલાર્ક રાઈડોમાં ઘૂમવા અનેક પ્રજાઓ અહીં આવે છે. શનિ-રવિની રજાઓને અમેરિકામાં વસતી જગતભરની પ્રજાઓ અને મૂળ અમેરિકનો તમામ વિક-એન્ડ કહે છે. એ વિકએન્ડ ગાળવા આ સાન એન્ટોનીયો નગરમાં હું પણ મારા પરિવારની સાથે આવ્યો છું. રવિવારની સવાર. વિક-એન્ડ ગાળવા રળિયામણું સ્થળ. ત્રણ માઈલ જેટલા લાંબા પાર્કીગ પ્લોટમાં ખડકાયેલી વિવિધ જાતની, વિવિધ ભાતોવાળી ગાડીઓ આ દેશની ભૌતિક સંપત્તિની ગવાહી પૂરે છે. ગાડીમાંથી ઊતરેલો અમેરિકન કે અમેરિકામાં વસતો ભારતીય ક્ષણે ક્ષણે ક્રેઝી (અકળાઈ ઊઠનારો) બની જતો હોય છે. ગાડીની ડીકીમાંથી બે પૈડાવાળી બેબી ગાડી કાઢી એના બાળકને એમાં બેસાડી પટ્ટા ચડાવી દઈ હલાવવા માંડે છે ને બાળક સહેજ આઘુંપાછું થાય તોયે અકળાઈ ઊઠે છે. બાળકોના ઉછેરની પદ્ધતિ પણ વૈભવમાં સમાઈ જતી હશે એમ કદાચ એ માનતો હશે. સાન એન્ટોનીયો. રળિયામણી ભૂમિ. એ ભૂમિ પર વિક-એન્ડ ગાળવા આવેલા ઢગલાબંધ માણસો. મારા પરિવારના સભ્યો એકાદ મહિનો અમેરિકામાં ગાળવા ગયેલા. મને પણ અહીં ફરવા લઈ આવ્યા છે. દીકરી-જમાઈ અને દીકરો-દીકરી ચારે સામસામા થાંભલા પર બાંધેલાં ઈલેક્ટ્રીક દોરડા પર ઘૂમતી સ્કાયલેબ રાઈડમાં રાઈડ લઈને ઘૂમી રહ્યાં છે અને હું તથા પત્ની એક સારો બાંકડો શોધીને એના પર બપોરનો વિસામો લેતાં બેઠાં છીએ. અહીંનાં વેધર(હવામાન)નું કોઈ ઠેકાણું નથી. તડકો લાગતો હોય ત્યાં પવનના સુસવાટો Page #149 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૪૯ શરૂ થાય ને ગરમ કોટ પહેરવા પડે અથવા જોતજોતામાં વરસાદમાં ભીંજાઈ જવું પડે.... વેધરના ફેરફારને ઠેકાણા વગરના વાતાવરણની જેમ ત્યાંના માણસોનું વેધર પણ ક્યારે બગડે ને ક્યારે ખુશનુમા બને એનું ઠેકાણું હોતું નથી. પણ અત્યારે વેધર સારું છે. અમે બંને બાંકડા પર બેઠાં છીએ. વહેતી કેનાલમાં હાથબોટો ફરે છે. અનેક લોકો પાણી સાથે ગેલ કરે છે. ત્યાં અમારા બાંકડા પર ૪૫ વર્ષની દેખાતી એવી એક ૮૦ વર્ષની ડોશી આવીને ગોઠવાય છે. ત્યાંના રિવાજ પ્રમાણે સહજ રીતે જ મારાથી “હાય...” (કેમ છે) બોલી જવાય છે. ત્યાં કોઈ મળે ત્યારે હાય. અને છૂટા પડીએ ત્યારે બાય.... બોલવાનો રિવાજ છે. ઓળખાણ-પિછાણ આ હાય.. બાય... કહેવામાં જરૂરી નથી. મેં કહ્યું... હાય.. ને સામેથી જવાબ આવ્યો.. હાય.... ને ડોશી ગોઠવાઈ ગઈ ..... પછી બધાં ચૂપ.. બસ.. હાય.... ને હવે કોઈ સંબંધ નહીં.. પણ ડોશીના ચહેરા ઉપરની પ્રસન્નતા ને મધુરતા જોઈ મને નવાઈ લાગી. અમેરિકાનો કોઈ વૃદ્ધ કે વૃદ્ધા ખુશખુશાલ દેખાય તો સમજવું કે સંસારે-પરિવારે સુખી માણસ હશે. એના દીકરાદીકરીઓ એને પ્રેમથી રાખતાં હશે અથવા એ ખૂબ ધનાઢય હશે જેથી એના દીકરાદીકરીઓ એની આસપાસ વળગેલાં રહેતાં હશે ને એને સુખ આપતાં હશે. એમ દેખાયું. કારણ કે ભારતીય કુટુંબો બાદ કરતાં બીજી તમામ પ્રજાઓનાં વૃદ્ધોની સમસ્યાઓ ત્યાં કારમી છે. એટલે સ્વાભાવિક રીતે જ આ અમેરિકન વૃદ્ધાના ચહેરા પર મધુરતા ને પ્રસન્નતા જોઈને મને ખૂબ નવાઈ લાગી. ને તક મળે તો વાત કરવાની ઈચ્છા થઈ આવી. અમે બન્ને બેઠાં છીએ. બાજુમાં પ્રસન્ન ચહેરે વૃદ્ધા બેઠી છે. અમારો મૂંગો વ્યવહાર ચાલે છે. અહીં-તહીં ફરતા સર્વ માનવીઓને જોઈને ડોશી રાજીરાજી થઈ જાય છે. કયારેક તાળી પાડી બેસે છે... કયારેક ઊભી થઈને સાતઆઠ ડગલાં આગળ-પાછળ ફરી વળે છે ને પાછી ગોઠવાઈ જાય છે. એમ કરતાં કરતાં એક ક્ષણે મારાથી પૂછી લેવાય છે. “આર... યુ.. કમ્ફર્ટેબલ ઓર નોટ...' બેસતાં ફાવે છેને સુખથી.. ને અમારો વાતચીતનો વ્યવહાર શરૂ થયો. એ સુખમાં હતી. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૫o બાર પ્રકારની હિંસાઓ આનંદમાં હતી. એકલી હતી પણ મસ્તીમાં હતી. વૃદ્ધો મસ્તી અને આનંદમાં હોય તો એ આખી ઘટના અમેરિકામાં સંશોધનનો વિષય થઈ પડે. કારણ કે વૃદ્ધો અને આનંદ.. એ બેનો મેળ અમેરિકામાં ભાગ્યે જ જોવા મળે. એટલે મારે તો આ વૃદ્ધાના સુખનું.. આનંદનું રહસ્ય જાણવું હતું. વાતચીત આરંભાઈ. મને કડવા લીમડામાં એક મીઠી ડાળ પડી ગઈ. ખાસ્સો એકાદ કલાક. પછી તો અમારી સહ-બેઠક ચાલી. અમેરિકાનાં કુટુંબ સુખો વિષે એ વૃદ્ધાએ કહ્યું. આ દેશ બાળકો માટે અનાથ આશ્રમ જેવો છે. વૃદ્ધો માટે નર્કાગાર છે અને જુવાનો માટે સોનાની ખાણ જેવો છે. અહીં મા-બાપ ગારબેજ (કચરાપેટીઓ)માં નાખવા જેવાં હોય છે. ક્રેઝી દીકરાઓ અને સવાઈ ક્રેઝી એમની વહુઓને વૃદ્ધો આંખના કણાની જેમ ખૂંચે છે. અમારે ત્યાં એવું નથી. અમારે ત્યાં દીકરા-વહુ ઘરનાં મા-બાપોને પવિત્ર યાત્રાધામો ગણીને એમની પૂજા કરે છે ત્યારે તમારે ત્યાં આવું કેમ? અમારે ત્યાં ઈન્ડીવીડ્યુલીટી...નો મહિમા છે. અમે લોકો પણ દીકરો-દીકરી ૧૬ વર્ષનાં થાય પછી એની કેર લેતાં નથી. એ એની જાતે પોતાને જડે એવા ચોકઠામાં ગોઠવાય છે. કંપની કરી લે છે. અભ્યાસ...નો કરી...ધંધો... ફિયાન્સી..પત્ની... વગેરે જાતે જ સ્વતંત્રતાથી શોધી કાઢે છે... એને કોઈ પૂછનાર નહીં. ને કોઈ પૂછે તો એને ગમે પણ નહીં. બહુ પૂછે તો ગાંઠે પણ નહીં.. અહીં સ્વતંત્રતા. (આપણી દૃષ્ટિએ સ્વચ્છંદતાની કોટિની) મુખ્ય છે. પરિણામે વ્યક્તિસ્વાતંત્ર્ય છે. એટલે જેમ મા-બાપે બાળકોને છોડી દીધાં છે એમ બાળકોએ માબાપને છોડી દીધાં છે.. ને એનો અહીં કોઈને હરખ-શોક પણ નથી. ફાધર્સ-ડે અને મધર્સ-ડે એમ મા-બાપના સંદર્ભમાં બે તહેવારો આવે છે એ દિવસે બાળકો મા કે બાપને મળવા જાય છે... દિવાળી કાર્ડની જેમ મધર્સ-ડેનાં ગ્રીટીંગ્સ કાર્ડ આપે છે. થોડાં ફૂલ આપે છે. થોડો પ્રેમ વધારે હોય તો એકાદી ગીફટ આપે છે.. ને મા-બાપ પણ રાજીરાજી થઈને સંતોષ માને છે. ને પછી તો આવતા વર્ષે ફાધર્સ-ડે કે મધર્સ-ડે આવે ત્યારે વાત.... મને ખૂબ હસવું આવ્યું. મા-બાપ સંગ્રહસ્થાનમાં મૂકી રાખવાની વસ્તુઓ.. નો કરો -ચાકરો સંગ્રહસ્થાનની ચીજવસ્તુઓની છ-બાર મહિને માવજત કરે એના જેવું આ થયું... Page #151 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૫૧ વેદના જાગી.. થોડું વધારે એ વર્ણન ચાલ્યું હોત તો કદાચ હૈયું પણ ભરાઈ આવત.. સાન એન્ટોનીયો શહેર. એની રળિયામણી ભૂમિ, હજારો ગાડીઓનો પથારો. અહીંતહીં દોડતાં-હિલોળા લેતાં માનવીઓનો મહેરામણ. એની વચ્ચે આ બાંકડો... ને એ બાંકડા પર બેઠેલી આ ડોશીની કુટુંબ જીવનની વાત... ને એના ચહેરા પર પ્રસન્નતા અને મધુરતા... હવે મારાથી સીધો સવાલ પૂછી જવાયો... તમારાં બાળકો પણ અત્યારે તમારી પાસે નહીં હોય ખરું ને? ને એ હસી પડી. મને મૂંઝવણ થઈ. યુ આર રાઈટ.. ન જ હોય... ના હોવાં જોઈએ... પણ છે. મને અહીં ફરવા લઈ આવ્યાં છે... એ એમનાં બાળકો સાથે પેલી દૂર દેખાતી રાઈડોમાં ઘૂમે છે ને મને થાક ન લાગે માટે અહીં હું બેઠી છું. અમેરિકાના સમગ્ર વાતાવરણથી આ જુદા પ્રકારનું દર્શન એનું રહસ્ય શું? એનું કારણ છે. છેક સમજદારીથી જ હું જુદા પ્રકારનું જીવતર જીવતી આવી છું. મારા પગારના ચેક પણ હું બાળકોને આપી દેતી હતી. બહાર જાઉં ત્યારે મારી કોઈ ચીજવસ્તુ હું લાવતી જ નહોતી. મારાં સંતાનો માટે જ મારી ગાડીની ડીકી ભરેલી હોય. હું આવું ને મારી ડીકી પેલાં ભૂલકાં ખોલે.... હું એમને ચૂમીઓ ભરું... એ ચીજવસ્તુઓ બહાર કાઢે પણ લઈને ઝૂંટાઝૂંટ ન કરે. પરિવારનાં તમામ સભ્યો સાંજે ભેગાં થાય ત્યારે એ વસ્તુઓ વહેંચાય. જેને જે જોઈતી હોય એની પસંદગી અપાય. ખાવાની ચીજવસ્તુઓ વહેંચવાની નહીં. એ ફ્રીઝમાં મૂકવાની.. એની પર કોઈ બંધન નહીં... ફ્રીઝને કોઈ દિવસ તાળું નહીં. જેને જ્યારે જે ખાવું હોય તે ખાય... ને રમતાં જમતાં આનંદ કરે. મેં બાળકોને જુદાં રહેવું હોય તો રહેવાની છૂટ આપેલી... પણ એમણે જ ઈન્કાર કરેલો... સહુને મેં સંતોષના પાઠ શીખવાડેલા છે. પરિણામે સહુ સાથે રહે છે. પ્રેમથી હળીમળીને જીવે છે. જસ્ટ લાઈક યૉર ઈન્ડિયા.. તમારા ભારતની જેમ જ... ‘તમારા ભારતની જેમ' એવા એના ઉચ્ચાર સાથે જ મને સવાશેર લોહી ચડી આવ્યું. ભારતીય સંસ્કૃતિના ઊજળા પાસાને ઓળખનારી આ એક વૃદ્ધા આમ અજાણ્યા શહેરના જાહેર સ્થાનકના બાંકડા ઉપર મળી જશે એવી તો મને કલ્પના પણ કયાંથી હોય.. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૨ બાર પ્રકારની હિંસાઓ ને હું રાજીરાજી થઈ ગયો. સંતોષ અને સમજદારી આ વૃદ્ધાએ પચાવી લીધાં હતાં એટલે જ તો જ્યારે અનેક વૃદ્ધોને એમની સામે જોનાર કોઈ નહોતું ત્યારે એંશી વર્ષેય એનાં સંતાનો એને આ ધરતી પર ફરવા સાથે લઈને આવ્યાં હતાં. ત્યારે મને એટલું જ સતત થયા કરતું હતું કે પ્રજાઓ ગમે તે હોય, પ્રેમ....લાગણી... અને હૂંફ વિષે એકબીજાને આપી દેવાની તેયારીવાળાં માનવીઓને ભલે એ એકતરફી વ્યવહાર લાગે પણ લાંબે ગાળે કશું ગુમાવવાનું હોતું નથી. હું રાજી થઈ ગયો. રાજી થયો મીઠી ડાળ જોઈને. સંસારનો લીમડો તો કડવો વખ. આપણે તો એકાદ મીઠી ડાળને જોઈને...ક્યાંક...ક્યાકે દેખાતી મંગલતાને જોઈને જીવી જવાનું. પશ્ચિમનો યુ-વેવનો ઝંઝાવાત સમગ્ર ઈન્ડિયામાં ફરી વળ્યો છે. ખાસ કરીને શિક્ષિતો, શહેરીઓ અને શ્રીમંતો બનેલાં નગરો-સ્વરૂપ ઈન્ડિયા ઉપર. હજી નિરક્ષરો, ગ્રામીણો અને ગરીબોનું બનેલું ગામડું ઊગરી ગયું છે પણ હવે લાગે છે કે તેને પણ ટી.વી. વગેરે દ્વારા ભ્રષ્ટ કરી નાખવામાં આવશે. આથીસ્તો ગામડે ગામડે અનાજ પહોંચતું કરવાની તાકીદે જરૂર હોવાની ખબર હોવા છતાં દિલ્હીના નેતાઓ ટી.વી. અને વીડીઓ પહોંચાડી રહ્યા છે. ભારત એનાં ગામડાંઓમાં વસ્યું છે. એની અમીરી તો નિરક્ષરો, ગ્રામીણો અને ગરીબોમાં પડેલી છે. હજી અહીં માબાપને પગે લાગનારો વર્ગ, ગરીબોને સહાયક બનનારો વર્ગ, ગુણીયલ જનો, ભગવાનમાં અપ્રતિમ શ્રદ્ધા રાખનારા ભક્તો, ભજનિકો વગેરે તમામ અકબંધ કયાંક કયાંક આ ઝંઝાવાતની હોનારતમાંથી ઊગરી ગયા છે. પણ હવે તો ત્યાં ય શું થશે? તે કહી શકાય તેમ નથી. કેમકે ગર્ભપાત કરાવતી હોસ્પિટલો અને અકાળે ગર્ભાધાન કરાવતી કૉલેજો પણ ગામડે ગામડે ઊભી થવા લાગી છે. આને માનવતાનું જબરું ધાર્મિક કાર્ય ગણાવાયું છે. સંન્યાસીઓ અને રામાયણીઓ પણ આવી હોસ્પિટલો અને કોલેજોનાં ઉદ્ઘાટનોમાં આનંદભેર દોડી રહ્યા છે! શહેરો તો પશ્ચિમની જીવનશૈલીથી સાવ રંગાઈ ગયાં છે. અહીં તો નિત સવાર પડે છે અને આર્ય પ્રજાજનનું માથું શરમથી નીચું ઢળી જાય તેવા સેક્સ અને ગુંડાગીરીના પ્રસંગો દેનિકોમાં વાંચવા મળે છે. એવી એવી ઘટનાઓ બનવા લાગી છે કે તેની ઉપર ચિંતન કરતાં સ્પષ્ટ લાગે છે કે હવેના દસકામાં કાં પશ્ચિમના ઝેરી Page #153 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૫૩ પવનને દરિયાપાર કરી જ દેવો રહ્યો; નહિ તો ધર્મ-સંસ્કૃતિએ આપઘાત કરી જ લેવો રહ્યો. જે તીવ્ર વેગથી ધર્મસંસ્કૃતિ નષ્ટ થઈ રહી છે એ જોતાં તેનું આયુષ્ય દસ વર્ષથી ઝાઝું લાગતું નથી. ઈ.સ. ૨૦૦૦ની સાલ પછીના દાયકામાં કાં મૂળ સ્વરૂપનું હિન્દુસ્તાન ક્ષિતિજે ડોકાવાનું શરૂ કરશે; કાં ‘હિન્દ' કબરનશીન થશે. મહામાનવો અને સંતો તો શું? પણ “માણસ” જ ક્યાંય જોવા નહિ મળે. કાં ઈન્ડિયાનો કબજો ઈસાઈઓએ લીધો હશે (ઈસ્લામીઓને તો આ ઈસાઈઓ તે પૂર્વે જ હતપ્રહત કરી નાખવાના છે.) અથવા આ દેશની પ્રજામાં ભૂખમરો ફેલાયો હશે. જેના કારણે દેશના લોકો દારૂ, ડ્રગ્સ, ગુંડાગીરી, માફીઆગીરી સુધી પહોંચ્યા હશે. પશ્ચિમની જીવનશૈલીએ આ દેશની નવી પેઢીને બરોબર ભરડામાં લીધી છે. તેમાં નાસ્તિકતા અને ભોગરસ જોરથી તીવ્રપણે ફેલાઈ રહ્યો છે. કેટલાંક સાચાં બનેલાં દૃષ્ટાંતોથી આ વાત સમજાશે. (૧) કોઈ જૈન ધાર્મિક શિક્ષક શહેરોમાં શ્રીમંતોને ઘરે જઈને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન ભણાવે છે. તેમણે મને કહ્યું કે “તેર ઘરે જીવવિચાર, કર્મગ્રંથ વગેરે ભણાવું છું. તેમાં સાત ઘરે તો દારૂનો બાર વ્યવસ્થિત રીતે ગોઠવાયો છે. ત્રણ ઘરે ‘બાર' નથી પણ દારૂ મંગાવીને પીવાય છે. બાકીનાં ત્રણ ઘર આ બદીથી મુક્ત છે! એક ઘરની કૉલેજીઅન યુવતીને-કે જે મારી પાસે બીજો કર્મગ્રંથ ભણતી હતી તેને - મેં કહ્યું કે, બેન! આ વ્યસન તારે છોડવું જોઈએ.” તેણે તરત કહ્યું, “સાહેબ! હવે પછી તમારે આ વાત કરવી નહિ, તમારે મને ધર્મનું જ્ઞાન આપીને ચાલ્યા જવું. મને રોજ ત્રણ પેક લેવાની હેબીટ' પડી ગઈ છે. જે હું કદી છોડી શકું તેમ નથી!” (૨) કોઈ લગ્નપ્રસંગમાં બે ય પક્ષે જૈન હતા. એક પક્ષના ખાસ આમંત્રણથી એક બેન, ત્રણ સંતાનોને લઈને રીસેપ્શનમાં ગયાં. ત્યાં જોયું તો બે બોર્ડ, થોડાક અંતરે લાગેલાં હતાં. “નોનવેજ' અને “વેજ' તેમાં નોનવેજ-કાઉન્ટર ઉપર સખ્ત ધસારો હતો. જોતજોતામાં તે ખલાસ પણ થઈ ગયું. ધાર્મિક વૃત્તિવાળાં બેનને આ બધું જોઈને ખૂબ આઘાત લાગ્યો. તેમણે યજમાનને પૂછ્યું કે, “આ નોનવેજ કાઉન્ટર કેમ રાખ્યું છે?” ઉત્તર મળ્યો કે હવે તો ઘણા બધા મારા જૈન મિત્રો નોનવેજ બની ગયા છે એટલે તે કાઉન્ટર મારે રાખવું જ પડે ને?” (૩) દક્ષિણ ગુજરાતના એક ગામના એક ધાર્મિક અને ગરીબ કુટુંબના કિશોરે લોટરીની એક ટિકિટ ખરીદી. તેના સનસીબે (!) તેને દસ લાખ રૂ.નું પ્રથમ ઈનામ મળ્યું. ધાર્મિક જીવન જીવતી, ગાયત્રીને જપતી, બેંકમાં પૈસા મૂકીને વ્યાજ વાપરવાની Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ બાર પ્રકારની હિંસાઓ માતાની સલાહ છતાં, તેને અવગણીને મિત્રોની સલાહ મુજબ “ફાઈવસ્ટાર હોટલ બેંકની લોન લઈને ઊભી કરી. કિશોર મેનેજર બન્યો. તેની પાંત્રીસ વર્ષની ઉંમર થતાં તો તે દારૂથી લઈને ડ્રગ્સ સુધી ઝડપાઈ ગયો. શયા-સંગાથિની સ્ત્રીઓ રોજ બદલતો રહ્યો, તેના પરિણામે તેનું શરીર સાવ ધોવાઈ ગયું. તે પરલોક ભેગો થયો. બે બાળકોને નબાપા કર્યા. પત્નીને વિધવા કરી નાખી. માં દીવાલ સાથે માથું પછાડીને તેના બાપને કહેવા લાગી, “જુઓ, આ વધુપડતી સંપત્તિનાં કટુતમ ફળ. પૈસો ગયો. આબરૂ ગઈ. દીકરો ય ગયો!' ૩ તુલસી મહારાજે સાચું કહ્યું છે, “અરબ ખરબ કો ધન મીલે, ઉદય અસ્ત કો રાજ, તુલસી! હરિભજન બિના; સભી નરક કે સાજ.” (૪) ગુજરાતના એક નગરની છ કૉલેજીઅન યુવતીઓ શ્રીમંત યુવતીને ઘરે વીડીઓ ઉપર લગાવીને અત્યંત બીભત્સ બ્લ્યુ ફિલ્મો એક પછી એક જોવા લાગી. તેથી વાસનાનો નશો એવો ચડ્યો કે હવે તેની પૂર્તિ કર્યા વિના રહી શકાય તેમ ન હતું. એક યુવતી રસ્તેથી કોઈ પ્લબર કિશોરને (ઉ.વ. ૧૬) પકડી લાવી. તેની ઉપર તે છ ય યુવતીઓ તૂટી પડી. તે કિશોરને શરૂમાં આનંદ આવવા છતાં પછી તો ત્રાસી ગયો. ભાગી ન શકતાં બૂમો પાડવા લાગ્યો. પણ બધુ નિષ્ફળ હતું. છ છોકરીઓની વાસના પરાકાષ્ઠાએ હતી. છેવટે તેમણે તેના આખા શરીરે બચકાં ભર્યા. એમ કરતાં તેના ગુહ્યભાગોથી લોહી તૂટી પડયું. તે કિશોર બેભાન થઈ ગયો! કોઈ રીક્ષાવાળા દ્વારા તેને હોસ્પિટલ ભેગો કરાયો! ચાર કલાકમાં તે મૃત્યુ પામ્યો! ધનના જોરે બધું ભીનું સંકેલાઈ ગયું! (૫) મહારાષ્ટ્રના મોટા નગરમાં છેલ્લા એક જ વર્ષમાં રાજસ્થાન વગેરેની પંચાવન જૈન યુવતીઓએ ઈસ્લામનો અંગીકાર કરીને મુસ્લિમ યુવાનો સાથે લગ્ન કર્યાના સમાચાર મળ્યા છે! (૬) પરધર્મી યુવાનના પ્રેમમાં પડેલી યુવતીને લઈને એના દાદા મારી પાસે આવ્યા. દાદાની ઉંમર પંચોતેર વર્ષની હતી. યુવતીને મારી સમજાવટ અસરકારક ન બની ત્યારે તૂટી પડેલા દાદા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. પોત્રીને “બેટા! બેટા! આમ ન કર. અમારી ખાનદાનીને કલંક ન લગાડ! બેટા! આટલું માન!” વારંવાર કરગરતાં મેં જોયા ત્યારે મેં ફરી તે કિશોરીને કહ્યું, “બેન! દાદાની સામે જો. એમનો આઘાત અસહ્ય છે. કયાંક એ પરલોકભેગા થઈ જશે !' કાશ! પથ્થરની જેમ તે યુવતી સ્થિર બેસી રહી. એક અક્ષર પણ ન બોલી. Page #155 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૫૫ ભોગરસે નવી પેઢીને કેટલી બધી નિષ્ફર અને કૃતઘ્ન બનાવી દીધી છે! (૭) તપોવનમાં જ આવો પ્રસંગ બન્યો. પર-ધર્મના પ્રેમમાં પડેલી દીકરીને, તે યુવાનથી છોડાવવા માટે માબાપ તેને તપોવનમાં લાવ્યાં. અહીં તેને અતિથિગૃહમાં કેદ કરી પણ અઠ્ઠાવીસમા દિવસે તે ભાગી. આપઘાત કરવા માટે પૂર્ણા નદીમાં ઝંપલાવ્યું. તેના સદ્નસીબે તે વખતે પાણી ઝાઝું ન હોવાથી તે ડૂબી નહિ. સામા તીરે પહોંચીને પ્રેમીને ઘરે પહોંચવા માટે ગાડી પકડી લીધી! માબાપ મારી પાસે આવ્યાં. તે બન્નેના રાઈ-રાઈ જેટલા ટુકડા કરી દેવાની ક્રોધે ભરાયેલા બાપે વાત કરી. મેં કહ્યું, હવે એ જમાનો ગયો! ભાઈ! નાહી નાખો. આમાં તમે માબાપો હવે કશું કરી શકો તેમ નથી. મનનું સમાધાન કરીને તેઓ ઘરે ગયાં. (૮) કાઠિયાવાડના એક મોટા ગામમાં તાજેતરમાં એક ઘટના બની. છ ડોક્ટરોએ કી-કલબની સ્થાપના કરી. એક રાતે બધાએ ભેગા થવાનું હતું. એક ડોક્ટરની પત્નીએ તે ક્લબનું પરપુરુષો સાથે મુક્ત રીતે પરસ્પર કરવાનું વ્યભિચારકાર્ય કરવાની સાફ ના પાડી. પતિ ડૉ. ક્રોધે ભરાયો. બીજી સ્ત્રીઓ મારા મિત્રો મને આપે તો તારે મારા મિત્રો પાસે જવું જ પડે.'' આ તેની દલીલ હતી. સુશીલ પત્ની કેમે ય ન માની. તેને ડૉક્ટરે મારી નાખી. સાંભળ્યું છે કે આખા નગરમાં આથી હાહાકાર મચી ગયો છે! (૯) ચોર્યાસી વર્ષના મુસ્લિમ ડોસાને અઢાર વર્ષના યુવાને સવાલ કર્યો કે, કાકા! તમારા યુવાની કાળમાં અને આજના કાળમાં કેટલો ફરક પડેલો તમને જણાય છે?' કાકાએ કહ્યું, “દીકરા! મારા જીવનની એ સમયની એક ઘટના કહું. ત્યારે મારી ઉંમર માત્ર વીસ વર્ષની હતી. રેલવેની ફાટકના સાંધાવાળા તરીકેની હું નોકરી કરતો હતો. ચોમાસાની એક રાતે અગીઆર વાગે એક રૂપસંપન્ન કુમારિકા મારા ફાટક આગળ આવી. ધોધમાર વરસાદ ચાલુ હતો. તેનાં કપડાં ભીંજાઈ ગયાં હતાં! તેણે મને કહ્યું, “ભાઈ !અહીંથી બે કિલોમીટર દૂર મારું ગામ છે. પણ હવે આ વરસાદમાં હું ત્યાં પહોંચી શકે તેમ નથી. મને તમે ખોલીમાં જગા આપશો ?' મેં તરત તેને જગા આપી. દીવો કર્યો. તેને જોઈ. અત્યંત સ્વરૂપવતી એ કન્યા હતી. પણ દીકરા! તે વખતે મારા એકાદ રૂંવાડામાં પણ વિકાર પેદા થયો ન હતો. અને હવે આજની મારી ચોર્યાસી વયની ઉંમરની વાત કરું. કોઈ પણ યુવતીને જોતાં મારા તમામ રૂંવાડાઓ કામુકતાથી ઉત્તેજિત થઈ જાય છે !' આ મુસ્લિમ બિરાદરે બધી વાત હિન્દી ભાષામાં કરી હતી. આ વાતનું સમાપન કરતાં તેના છેલ્લા શબ્દો આ પ્રમાણે હતા : Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ બાર પ્રકારની હિંસાઓ “બેટા! મેં તો તબ ભી શરીફ થા, આજ ભી મેં શરીફ હૂં, મગર જમાના શરીફ રહા નહીં હૈ.'૩ ભાઈને કાળ બગડેલો દેખાય છે. મને તો કાળજાં ય બગડેલાં દેખાય છે. કયાં ગયો એ અમારો ધર્મ; જે આવી બાબતોને પરમાત્માના કે પરલોકની દુર્ગતિના ભયને બતાવીને ક્યાંય ધરતીમાં દાટી દેતો હતો! શા માટે ખતમ કરવામાં આવી રહ્યો છે એ ધર્મને જેના ઉપદેશથી પ્રજા સ્વયંભૂ રીતે ચોરી-ચપાટી કરતી નહિ; જૂઠ બોલતી નહિ; અપ્રામાણિક ઝટ બનતી નહિ; વિશ્વાસઘાત કરતી નહિ! આજે તો રાજનો ગમે તેટલો ભય ઊભો કરાય પણ પ્રજા તેને ગાંઠતી નથી. બધા પ્રકારની અંધાધૂંધી સર્જાઈ છે. હાય! બેકાબૂ બની ગયેલા ગુનાઓને જોવા છતાં વડીલો અને નેતાઓ તો ય ધર્મતત્ત્વની પુન:પ્રતિષ્ઠા કરવા માટે ધરાર ના-તેયાર છે! કેવી મોટી કમનસીબીની આ વાત છે! પશ્ચિમની જીવનશૈલીઓ ભારતીય પ્રજાને બધી બાજુથી ભ્રષ્ટ કરી છે એ જો દિમાગમાં ખૂબ જ સ્પષ્ટ થતું હોય તો મારી સલાહ છે કે જો આ ધૂળીયો પવન બંધ ન થઈ શકે તો તમે મોડે મોડે પણ સમજેલા માણસો તમારી બારી તો બંધ કરી જ દો. જેથી છેવટે તમારી તો સુરક્ષા થઈ જાય! એવા કોક તમારા જેવાને ઘરે કનૈયાનું ઘોડિયું બંધાશે; જેણે કોલ આપ્યો છે કે, “દેશ જ્યારે જ્યારે આફતમાં આવશે ત્યારે ત્યારે હું જન્મ લેતો રહીશ; અને દેશને (દેશની પ્રજાને) આફતમાંથી ઉગારતો રહીશ.” ચોથા નંબરની રાષ્ટ્રહિંસા કરતાં ય આ પાંચમા નંબરની સંસ્કૃતિહિંસા વધુ ભયાનક છે. કેમ કે રાષ્ટ્રનો નાશ થશે તો ય જો સંસ્કૃતિ ટકી રહેશે તો ફરી રાષ્ટ્રની સ્થાપના કરી શકાશે. જો પાણી જ ખતમ; પછી તો બધી માછલીઓ ખતમ. નવી માછલીઓ શે જન્મ પામશે! પાણી છે તો માછલી છે; તો જ તળાવ છે; નહિ તો માત્ર ઊંડો ભેંકાર ખાડો. IT 010000 Page #157 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૫૭ વિચારહિંસા (૬) કદાચ દયા, નીતિ, સદાચાર વગેરેની આર્ય સંસ્કૃતિની હત્યા થશે; પ્રજા નિર્દય અનીતિમાન અને દુરાચારી, માંસાહારી અને ભ્રષ્ટાચારી બની જશે તો ય જો સંસ્કૃતિના વિચારો જીવંત રહેશે તો ફરી પાછું સંસ્કૃતિનું જીવન જીવંત બની જશે. આ કારણે સંસ્કૃતિહિંસા થાય તો ય તેના ઉચ્ચતમ વિચારોને તો જીવંત રાખવા જ જોઈએ. એ ઊગરી જશે તો ઘણું કામ થઈ જશે. આથી જ સંસ્કૃતિહિંસા કરતાંય વિચારોની હિંસા વધુ ભયાવહ ગણી શકાય. હાલમાં સંસ્કૃતિની હિંસાના કાર્યક્રમની સાથે, વધુ જલદ રીતે વિચારોની હિંસાનો કાર્યક્રમ ચલાવાઈ રહ્યો છે. વિદેશીઓએ ભારતીય જ્ઞાનતંતુઓ ઉપર આક્રમણ કરવા દ્વારા જે ‘બ્રેઈન-વોશ’નો કાર્યક્રમ અપનાવ્યો છે તે ખૂબ જ ભયાવહ છે. દરેક દેશની પ્રજાની જીવાદોરી સમાન પોતાના સાંસ્કૃતિક વિચારો છે. એ જ એવું બિયારણ છે જે બિયારણ તો જીવતું રહેવું જ જોઈએ. ભલે કદાચ છોડો અને વૃક્ષો (હૃદય વગેરે) નાશ પામી જાય. આજે તો બીજરૂપી દ્રવ્ય બિયારણ અને વિચારોરૂપી ભાવ બિયારણપરદેશમાં ખેંચાઈ રહ્યાં છે કે સ્વદેશમાં જ સડાવીને ખતમ કરાઈ રહ્યાં છે. ય — સોલેનિત્ઝિન નામના રશિયન ચિન્તકે સાચું કહ્યું છે કે, “અત્યારનો પવન એવો ફુંકાઈ રહ્યો છે કે તે પવનમાં સંતો અને સજ્જનો સદાચાર-પાલનનો આગ્રહ રાખે તો કોઈ સ્વીકારે તેમ નથી. એટલે તેમ કરવા કરતાં પોતાની પ્રાચીન પરંપરાઓમાં કેવા સદાચારો હતા! સદાચાર કેટલી સુંદર વસ્તુ છે! કયા લોકોએ કયા સદાચારો પાળ્યા હતા! વગેરે વાતો જ સર્વત્ર કરતા રહેવી જોઈએ. આ રીતે જો સંસ્કૃતિના વિચારોને જીવંત રાખવામાં આવશે તો કાલ સારી આવતાં (આવશે જ.) ફરી એ વિચારો પ્રજાકીય જીવનના આચારમાં ઊતરવા લાગશે. બિયારણ બચાવીને રાખ્યું હશે તો આ દુકાળના વર્ષમાં નહિ; પરંતુ આગામી સુકાળના વર્ષોમાં Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ બાર પ્રકારની હિંસાઓ વરસાદ થતાં જ તેનો શ્રેષ્ઠ ઉપયોગ થઈને જ રહેશે. માટે સવિચારો પ્રસારો! બસ બધે આ અંગેની વાતો કરતા જ રહો. મગજમાં ઘાલતા જ રહો. આ ટાઈમબોમ્બ છે. ક્યારેક પણ તે ફૂટશે અને આચાર સુંદર સૃષ્ટિનું સર્જન કરશે.” - રવિશંકર મહારાજે એક ઠેકાણે કહ્યું છે કે, “એક સમય એવો પણ આવી જાય કે ડાલડા ઘીને જ ભાવિનું સંતાન એવું સાચું ઘી માની લેશે અને તેને જો ચોખ્ખું ઘી સુંઘાડાશે તો તે બોલી ઊઠશે કે, “આ તો ગંધાતું ઘી છે.” આ વાત વિચારોના વિષયમાં પણ લાગુ પડે છે. જો પશ્ચિમની જીવનશૈલીને જ વિચારમાં ય સાચી માની લેવાશે તો પૂર્વની જીવનશૈલીના વિચારોને આવતી કાલે ખોટા : નકામા : અવ્યવહારુ ગણાવી દેવાશે. આમ ન થાય તે માટે સાંસ્કૃતિક વિચારોને એના પૂર્ણ સ્વરૂપે, જરાય વિકૃત ર્યા વિના જીવંત રાખવા જોઈએ. મોટાભાગના લોકો સંસાર સારો માનીને ભોગવે છે; પણ છતાં જેન-સાધુઓતેનો અમલ થાય કે ન થાય તો ય - છેલ્લા અઢી હજાર વર્ષથી, પરમાત્મા મહાવીરદેવે પ્રબોધેલી ત્રણ વાતો એકધારી રીતે શ્રોતાઓને કહેતા જ રહે છે કે, “સંસાર છોડવા જેવો છે; દીક્ષા લેવા જેવી છે. મોક્ષ પામવા જેવો છે.” વિચારરક્ષાના કેટલાક દાખલો આપું. હાલ વેદિકધર્મી લોકોના કારણે પશુઓને બદલે ગોવંશની જ રક્ષા કરવાની વાતો ખૂબ ચાલે છે. જૈનો તો પ્રાણીમાત્રની રક્ષા જ ઈચ્છે છે, એટલે તેઓ ગોવંશહત્યાના પ્રતિબંધની વાતોમાં કે તેના ઠરાવમાં સીધી સંમતિ ન આપે. તેઓ કહે કે, “અમારે તો પ્રાણીમાત્રની હત્યા ઉપર પ્રતિબંધ લાવતું બિલ પસાર કરવું છે. અમે માત્ર ગોવંશને બચાવવાની વાતમાં સંમતિ આપીને શેષ બકરાં, માછલાં, ઈંડાં, ભૂંડ, પાડા, સાપ, વાંદરા વગેરે તમામ પ્રાણીઓની હિંસામાં આડક્તરી પણ સંમતિ દઈએ તે ન ચાલી શકે. એટલે અમારી માગણી-અમારો વિચાર-હંમેશ માટે એક જ રહેવાનો કે પ્રાણીમાત્રની હત્યા બંધ થવી જોઈએ. હવે જો સરકારી સ્તરે તે શક્ય ન બને; અને ગોવંશમાત્રની હત્યાનો પ્રતિબંધ કરાય; તો ‘તેટલી પણ હત્યા બંધ તો થાય છે, તેમ વિચારીને અમે જેનો પણ સ્વીકાર કરીએ; તે માટે યત્ન કરીએ; તેના માટે ય તપ-જપ કરાવીએ. પરંતુ તે વખતે પણ પ્રાણીમાત્ર હત્યા-પ્રતિબંધ'નો અમારો ઘોષ તો અમે ચાલુ જ રાખીએ.” ગાય કપાઈ જાય તે કરતાં ય પ્રાણીમાત્રની રક્ષાનો વિચાર કપાઈ જાય, ખતમ Page #159 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ થઈ જાય; ઊભો પણ રહેવા ન પામે તો તે બહુ ભયંકર હોનારત ગણાય. દેવાળું જાહે૨ ક૨તી પાર્ટી પાસે સો રૂ. લેવાના નીકળતા હોય તો લેણદારે પૂરા સો રૂ. જ માગતા રહેવું જોઈએ. ભલે પછી તે પાર્ટી ૪૦ રૂ. જ આપે. જરૂર તે લઈ લેવા પરંતુ તે વખતે ય તેને કહેવું તો ખરું જ કે, “મારી માગણી તો પૂરા સો રૂ.ની છે. તે ઊભી જ રહેશે. તમારી અનુકૂળતા થાય ત્યારે બાકીના સાઠ રૂ. મને આપી દેવાના રહેશે. ૧૫૯ આવા તો ઘણા દાખલા આપી શકાય. કોન્વેન્ટ વગેરે સ્કૂલોમાં આર્યાવર્તની સંસ્કૃતિના તમામ વિચારોનું બ્રેઈન-વોશ કરવાનો જબરદસ્ત કાર્યક્રમ વેગમાં ચાલી રહ્યો છે. તેની સામે તમામ ધર્મચુસ્ત લોકોએ પડવું જોઈએ. નહિ તો આપણાં જ સંતાનો આપણા સાચા અને સારા વિચારોની સામે એક દિવસ બળવો પોકારશે. આચારોનું પાલન વધુ ને વધુ દુષ્કર બનતું જાય છે એ જાણીને મેં આચારસંહિતાને બદલે ‘વિચાર-સંહિતા’ પ્રજા સમક્ષ રજૂ કરી છે; જેમાં એવા ગૌરવવંતા કોડીબંધ વિચારો રજૂ કર્યા છે. મારો આગ્રહ છે કે દરેક વ્યક્તિ, રોજ એક વા૨, ધ્યાન દઈને નાનકડી આ વિચારસંહિતા નામની પોકેટ-બૂક અવશ્ય વાંચે, આ રીતે વિદેશીના બ્રેઈન-વોશનું બ્રેઈનવોશ કરવાની મને તક સાંપડશે. આમે ય આચાર તો બહુ ઊંચી વસ્તુ છે. દરેક વ્યક્તિએ પહેલાં તો વિચારમાં એકદમ સ્પષ્ટ અને કટ્ટર પક્ષપાતી બની જવું જોઈએ. પછી જેટલો આચાર અમલી બને તેટલો લાભમાં. આથી જ વિરતિ કરતાં સમ્યગ્દર્શનને જૈન શાસ્ત્રકારોએ સવિશેષ મહત્ત્વ આપ્યું છે. !!!! o0e0aba Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ બાર પ્રકારની હિંસાઓ સંસારહિંસા (૭) પહેલી વાત એ છે કે આર્યાવર્તની મહાપ્રજાને જો પૂરેપૂરી સંસ્કારી બનાવવી હોય તો ગર્ભાવસ્થાથી જ તે કામ ચાલુ કરી દેવું જોઈએ. આપણા આર્ય પુરુષોની માન્યતા એ છે કે જન્મથી આઠ વર્ષ સુધીમાં જે કાંઈ તન, મનનું ગઠન (બંધારણ) થઈ ગયું તે થઈ ગયું. આખા જીવનની ભૂમિકા તે કાળ સુધીમાં જ લગભગ તૈયાર થઈ જતી હોય છે. ગર્ભરૂપ બનેલા જીવ ઉપર નવ માસ દરમિયાન માતાની નાનામાં નાની હિલચાલની અસર પડતી હોય છે. ગર્ભાત્મા જો નીચ કક્ષાનો (દુર્યોધન, કોણિક વગેરે જેવો) હોય તો તેની અસર માતા ઉપર પડે છે. તેને નીચ વિચારો આવવા લાગે છે. આ રીતે ઉત્તમ ગર્ભ સંબંધમાં પણ સમજવું અને માતા જો તે કાળમાં નબળા મનની બની, આચાર, ઉચ્ચારમાં ખાનદાન ન રહી તો તેની અસર તેના ગર્ભ ઉપર અવ્યક્ત રીતે જોરદાર થતી હોય છે. આથી જો માતા બનતી સ્ત્રીને પોતાનું સંતાન અત્યંત વહાલું હોય તો તેણે તે નવ માસ અત્યંત ધર્મમય વાતાવરણમાં જ પસાર કરવા જોઈએ. તેના ઈષ્ટદેવના સવા લાખથી સવા કરોડ સુધીના તેણે જપ કરવા જોઈએ. તેણે પ્રભુભક્તિ ત્રિકાળ કરવી જોઈએ, તેણે સ્વભાવથી ખૂબ ગંભીર, પ્રસન્ન, પ્રેમાળ, ઉદાર, સહિષ્ણુ, પ્રમોદસંપન્ન વગેરે બનવું જોઈએ. તે મહિનાઓમાં તેણે મનથી પણ શીલ પાળવું જોઈએ. ગરીબોને દાન કરવું જોઈએ, અતિથિઓનો સત્કા૨ ક૨વો જોઈએ, ગુરુજનોનું પૂજન-બહુમાન કરવું જોઈએ. આ બધાની પાછળ તેના મનમાં એક જ સંકલ્પ ઘૂંટાયા કરતો રહેવો જોઈએ કે આ બધી શુદ્ધિના પ્રભાવે મારું સંતાન પરમાત્મા અને વડીલ ગુરુજનોનું ભક્ત બનજો; જીવમાત્રનું મિત્ર બનજો; જીવનથી પવિત્ર (અકલંકિત) રહેજો. જો તે બાલિકા હોય તો લજ્જા ગુણથી સુશોભિત બનજો. જો તે બાળક હોય તો મર્દાનગીથી મસ્તાન બનજો. આવા સંકલ્પપૂર્વકની સ્ત્રીની પ્રત્યેક શુભ ક્રિયાની એટલી બધી તીવ્ર અને ઊંડી અસર તે બાળકના આત્મા ઉપર થાય છે કે તે બાળક પ્રાયઃ મહાન જ પેદા થાય છે. તે ગુણોનો ભંડાર બને છે. અવગુણો તેનામાં શોધ્યા જડે નહિ તેવી સૌભાગ્યવંતી Page #161 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૬૧ સ્થિતિ તેને પ્રાપ્ત થાય છે. ભૂતકાળમાં કુટુંબની સગર્ભા સ્ત્રીઓ આ માટે જુદી જુદી રીતે કેળવવામાં આવતી. (૧) તેને ખીલી ઊઠેલા પુષ્પોથી લથપથ બગીચામાં બેસાડાતી અને તે રીતે તેના મનને અત્યંત પ્રસન્ન રખાતું. હરિયાળીને સતત જોવાથી તેના સંતાનની આંખો તેજસ્વી બનતી. (૨) ધ્રુવના તારા તરફ તેની નજર રખાવાતી. એથી એના સ્થર્યના દર્શનથી બાળક પૈર્યવાનું બનતું. (૩) સમુદ્રની ગંભીરતા જોતી સ્ત્રીનું બાળક સમુદ્ર જેવું ગંભીર બનતું. (૪) દર પૂનમે પૂનમના ચંદને તાકીને જોયા કરતી માતાનું બાળક સ્વભાવથી સૌમ્ય બનતું. (૫) સિંહની ગર્જનાઓ સાંભળતી માતાનું બાળક સિંહ જેવી પરાક્રમિતાને પામતું. (૬) બેશક; જે વખતે નારી પોતાની શક્તિઓ બાળકમાં ભરતી હોય ત્યારે તેની સાથે તેનો પતિ અબ્રહ્મ સેવીને તે નારીની શક્તિનો તે રસ્તે લગીરે નાશ ન થાય એ માટે કદી એવું અકાર્ય કરતો નહિ. પણ પતિના દર્શનથી પત્ની આનંદમાં આવી જાય એટલા માટે જાહેરમાં અનેક લોકોની વચ્ચે એ નારીને પતિનો નિર્દોષ સહવાસ જરૂર અપાતો. નારીની એ તાજગી સીધી પેટના સંતાનમાં ટ્રાન્સફર થઈ જતી. આજે તો આવું સંસ્કરણ ભાગ્યે જ કોઈ કુટુંબમાં સાસુઓ અને વૃદ્ધાઓ પોતાની પુત્રવધૂને આપતી હશે. જો આ પ્રાચીન પરંપરા કુટુંબોમાં જ પુનર્જીવિત ન થાય તો છેવટે નછૂટકે બધાં ભયસ્થાનો પાર કરવાપૂર્વક-સગર્ભા બનતી સ્ત્રી એક પવિત્ર સ્થાને આવીને રહે અને તેને આવા પ્રકારના વાતાવરણમાં રખાય તેવું પણ કરવું જરૂરી લાગે છે. ત્યાં સાધ્વીજીઓ અને ઉત્તમ કોટિની સુશ્રાવિકાઓ જ રહી શકે. જેઓ તે સ્ત્રીઓને ભક્તોના, પ્રાણિમિત્રોના, સદાચારીઓના, સંતો અને શ્રમણોનાં જીવનચરિત્રો સંભળાવે. આવશ્યક દેવપૂજાદિ ધર્મક્રિયાઓ માટે પ્રેરક બને. જ્યાં સુધી સંતાન ધાવણ મૂકે નહિ તેટલી તેની વય સુધી માતાને આ સ્થિતિમાં રાખવી જોઈએ એમ મને લાગે છે. પછી તે બાળકની કાળજીમાં પિતા પણ જોડાય. બે ય માતા-પિતા ભેગા મળીને તેનું લાલન-પાલન કરે. સંસ્કાર-ભરપૂર ઉછેર કરે. બાળક આઠ-દસ વર્ષનું થાય એટલે બુદ્ધિમાં એ વધુપડતું ચકોર બને છે. એટલે એ વખતે તેને ઘરમાં ન રખાય. ઘરના વ્યવહારોમાંની કેટલીક સંઘર્ષાદિની બાબતો જો તેના મન ઉપર ચિત્રિત થાય તો વળી આ કાચી વયમાં ઊંધું પકડી લે. એટલે દસથી સોળ કે અઢાર વર્ષની વય સુધી તેને તપોવનના માંડલામાં મૂકીને સુરક્ષિત કરી દેવું જોઈએ. જે માતાપિતાઓ સક્રિય સજ્જન બન્યા હોય તેમના લોહી-વીર્ય-માંથી જે ગર્ભ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨ બાર પ્રકારની હિંસાઓ બને તેની ઉપર મેં જણાવેલી રીતે ગર્ભથી જ સંસ્કરણ શરૂ કરાય અને તપોવનથી તેની સાઈકલ પૂરી થાય તો મને લાગે છે કે બે દાયકામાં આર્યાવર્તની મહાનું આર્યપ્રજામાં જ્યાં ત્યાં “માણસ” દેખાવા લાગે. ક્યાંક ક્યાંક “માઁ” પણ નજરે ચડવા લાગે. જેની પાસે પૂર્વજન્મોની સાધનાના સુસંસ્કારો તૈયાર હોય; જે આત્મા (યોગભ્રષ્ટ જેવો) પવિત્ર, સજ્જન માતાની કુક્ષિએ આવ્યો હોય, જેને ઉપર જણાવ્યા મુજબનું ગર્ભથી તપોવન સુધીનું સંસ્કરણ મળે, તે આત્મા આ દેશની ‘વિરલ વિભૂતિ' બને જ બને. મને તો લગીરે શંકા નથી. આમાં આપણે તો કશું કરવાનું નથી. કેમ કે જન્માન્તરના જ સંસ્કારો મોટા ભાગનું કામ પૂરું કરી દે છે. આપણે તો એ સુસંસ્કારોથી ભરેલા ખેતરનું કુસંગોથી અને કુનિમિત્તોથી ભેલાણ ન થઈ જાય એટલે જ તપોવન દ્વારા ગર્ભરક્ષણ અને સંસ્કરણનું કાર્ય કરવાનું છે. તપોવન એટલે કુસંગ અને કુનિમિત્તોથી દૂર રાખતો સત્સંગ અને સુ-નિમિત્તોને આપતું એક ઉપવન. પછી સંસ્કરણ તો આપમેળે થઈ જ જાય. પૂર્વના કાળમાં ગર્ભતઃ સંસ્કરણની વાતો જાણવા મળે છે. શ્રીકૃષ્ણ પેટમાં રહેલાં અભિમન્યુને ચક્રવ્યુહના છ કોઠાનું શિક્ષણ આપ્યું હતું. માતા ત્રિશલાએ ગર્ભસ્થ વર્ધમાનનાં ઉત્તમ તન, મન માટે કેવી રીતે જીવવું? તેની સૂચનાઓ તેના કાન ઉપર કુલવૃદ્ધાઓ સતત નાખ્યા કરતી. સ્વામી કોંડદેવે સગર્ભા જીજીબાઈને અરણ્ય કાંડનું સતત વાંચન-મનન કરાવતી રાખીને ગર્ભના બાળકને વીર શિવાજી બનાવ્યો હતો. સગર્ભા સ્ત્રી નાની પણ ભૂલ કરી બેસે તો ગર્ભ ઉપર ઘણી માઠી અસરો થવાની વાત પણ ઈતિહાસનાં પૃષ્ઠો ઉપર કંડારાએલી છે. અરે ! પતિના સાથેના દેહસંબંધની ક્ષણે જો “ગરબડ’ કરે તો તેની પણ અસર તે ગર્ભ ઉપર થવાનું જણાવ્યું છે. ગુણોથી છલકાએલી દ્રૌપદી નખશિખ ક્રોધી કેમ હતી? તે વારંવાર ક્રોધના ભયાનક આવેશમાં આવીને આગ કેમ બની જતી હતી? અને યુધિષ્ઠિર જેવા પતિને અપશબ્દો કેમ સંભળાવી દેતી હતી? તેનું કારણ તેના પિતા દ્રુપદ હતા. ક્રોધની ધસમસતી આગપરિણતિમાં જ તેમણે પત્ની સાથે દેહસંબંધ કર્યો અને તે જ વખતે પત્ની સગર્ભા બની. દ્રૌપદીની માતા બની. વીર્યમાં વ્યાપી ગયેલો એ પિતાજીનો ક્રોધ લાડકી દીકરી દ્રૌપદીના રોમરોમમાં વ્યાપી ગયો! દેહસંબંધની પળે જ દીવાલે ટીંગાએલા કાળાએશ હબસીનું મોં જોતી રહેલી Page #163 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૬૩ ગોરી-યુરોપીઅન પવિત્ર સ્ત્રીનું સંતાન કાળું મેંશ હબસી જેવું પેદા થયું. રાજા કર્ણદેવની પરસ્ત્રીગમનની કારમી કામવાસના સાથે રાણી મીનળદેવી સાથે સંબંધ કર્યો. તે વખતે જ ગર્ભ બંધાયો. એ જ ભાવિ સિદ્ધરાજ જયસિંહ! મહા-પરાક્રમી, પરંતુ જસમા ઓડણ અને રાણકદેવીના ઉપરની કામુકતાએ એના સુવર્ણાક્ષર ઈતિહાસની ચારે બાજુ કાળી કોર દોરી નાખી. કોનો વાંક? દીકરાનો કે બાપનો? લોહી, વીર્યમાં જ માબાપના સંસ્કારો ઊતરતા હોય છે એ વાતમાં ઔરંગઝેબને ભરપૂર વિશ્વાસ હતો. આથી જ જ્યારે આઠ વર્ષની એક છોકરીના બાપ હોવાનો બે માણસો-એક લહીયો, બીજો સેનિક-એ દાવો કર્યો ત્યારે એ દીકરી, લહીયાની છે એવો ફેંસલો તેણે આપ્યો હતો. બાદશાહે દીકરી પાસે તલવાર ઊંચકાવી; પણ તેને તે બહાદુરી ન આવડી. પછી કાળી શાહીની બાટલીઓ ભરવા કહ્યું તો તે કામ તે નાનકડી છોકરીએ ભારે કોશલપૂર્વક અને સહજતાથી કર્યું. (આ દૃષ્ટાંત પહેલાં આવી ગયું છે.) આ જ કારણે આપણી સંસ્કૃતિમાં વેપાર અને લોહીનું મિશ્રણ (સાંકર્ય) કરવામાં આવતું નહિ. બ્રાહ્મણત્વ અને ક્ષત્રિય લગ્ન થાય તો તેના સંતાનમાં ન તો પૂરું બ્રાહ્મણત્વ આવે કે ન તો પૂરી ક્ષાત્રટ. યુદ્ધની કુશળતાને અને વિદ્યાદાનની સહજતાને મારી નાખવા માટે જ આજે વર્ણસંકર્ષ અને વૃત્તિ (ધંધો) સાંકર્યને સરકારી સ્તરે - દેશી અંગ્રેજોએ – પ્રોત્સાહન આપ્યું છે. એક બાઈ સગર્ભા હતી. તેના ઘરની બરોબર સામે ખાટકીની દુકાન થઈ. તે નવેય માસ તે ખાટકીને બકરા કાપતો, તેમનાં અંગોને દુકાને ટીંગાડતો જોતી રહી. યોગ્ય સમયે બાળકનો જન્મ થયો. આ બાળકે માત્ર આઠ વર્ષની વયે પોતાના સ્કૂલના મિત્ર બાળકો સાથે ઝઘડો થતાં પાંચ મિત્રોનું છરી મારીને ખૂન કરી નાખ્યું. જજ પાસે એને આરોપી તરીકે હાજર કરાયો. જજ પણ આશ્ચર્યસ્તબ્ધ બની ગયો. જ્યારે તેણે સર્વાગી તપાસ કરી ત્યારે તેણે પકડી પાડ્યું કે માતાના ગર્ભકાળમાં તેણે જોયેલા પશુઓની કલેઆમનો સંસ્કાર ગર્ભના બાળક ઉપર પડવાથી આ ગોઝારી ઘટના બની છે! વિદેશમાં આવો બીજો કિસ્સો પણ બન્યો છે, જેમાં સગર્ભા પુત્રવધૂ પાસે છેલ્લા દસ વર્ષનો સામટો ઘર-ખર્ચનો હિસાબ સસરાએ માગ્યો અને વહુ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ; કેમ કે તેણે વ્યવસ્થિત રીતે રોજમેળ તેયાર કર્યો જ ન હતો. ગર્ભના બધા મહિનાઓ તેણે હિસાબ કરવામાં જ કાઢયા. તેનું પરિણામ એ આવ્યું કે તે બાળક દેશનો સર્વોત્કૃષ્ટ ગણિતશાસ્ત્રી બન્યો. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ બાર પ્રકારની હિંસાઓ હનુમાનની માતા અંજનાએ ગર્ભગત હનુમાનને સરસ રીતે તૈયાર કરેલા તેની એને ખુમારી હતી. એને ક્ષત્રિયાણીનું દૂધ પાયું હતું તેથી તેના પરાક્રમ સંબંધમાં તેનો બહુ મોટો આંક હતો. એટલે જ જ્યારે સીતાજીને લંકાથી લાવવાનું કામ એકલા હનુમાને ન કર્યું અને તે માટે રામચંદ્રજીને ખુદને લંકા જવું પડ્યું ત્યારે એક વાર પોતાની પાસે હનુમાન આવતાં તેની ઉપર અકળાઈ જઈને અંજનાએ વાત્સલ્યમયી બનીને સ્તનમાંની દૂધની ધાર છોડી; જે પાસે જ પડેલા પથ્થર સાથે અથડાઈ; તે પથ્થરમાં તીરાડ પડી ગઈ! આ તીરાડ બતાવીને અંજનાએ હનુમાનને કહ્યું, “એશો દૂધ મેં તેરે કો પીલાયો, હનુમાન! તેં મેરો કુખ લજાયો.” શુકદેવ જેવો આત્મા તો પૂર્વજન્મનો મહાસંસ્કારી આત્મા હતો. જન્મ લઈને તેને એ જ ભવે અજન્મા થવું હતું. એવી ખાતરી પિતા વ્યાસ ન આપે કે તારી સાધનાની આડે અમે માબાપ નહિ આવીએ ત્યાંસુધી શુકદેવનો ગર્ભાભા માતાના પેટમાંથી બહાર આવતો ન હતો. એ ખાતરી મળતાં જ અડધા કલાકમાં માતાને પ્રસૂતિ થઈ. અને પેલા અષ્ટાવક્ર! ગર્ભમાં હતા ત્યારે વેદની ઋચાઓનો પાઠ કરતાં પિતાની થતી ભૂલોને તેણે વારંવાર કાઢી. પિતા ગુસ્સે ભરાયા. અલ્યા; હજી તો તારી માના પેટમાં છે અને બાપની ભૂલો કાઢવા બેઠો છે! લે, તને શાપ દઉં છું કે તારાં આઠેય અંગો વાંકાં થઈ જાઓ!' એ જ પળે એના આઠ અંગો વાંકાં થઈ ગયાં! આથી જ એ બાળકનું નામ અષ્ટાવક્ર પડયું. હવે તો વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને કબૂલ કર્યું છે કે અભિમન્યુ આદિની ગર્ભગત વાતો બધી એકદમ સંભવિત છે. એથી અમને પણ હવે ગર્ભથી જ સંતાન ઉપર કામ શરૂ કરી દેવાની ભાવના જાગ્રત થઈ છે. ઓ, માતપિતા બનનારાં ભાઈ-બેનો! તમે મહેરબાની કરીને તમારાં સંતાનોને વારસામાં આ ત્રણ વસ્તુ કદી ન આપતાં. (૧) તમે ધંધાદિના દેવાનું દુઃખ તેમને આપીને મરશો નહિ, (૨) અરે! ભલે કદાચ દેવાનું દુઃખ દેજો પણ તમારા શરીરના આનુવંશિક રોગો તો તેમના વારસામાં ઉતારશો જ નહિ. (૩) અરે! ભલે કદાચ તે રોગો પણ વારસામાં ઉતારજો પરંતુ કામ, ક્રોધ, અહંકાર આદિ દોષો તો વારસામાં ન જ આપી જતા. ન જ આપી જતા. તમારા મોક્ષ અને તમારી સદ્ગતિ કે મરણ સમાધિ માટે અનામ, અ-ક્રોધ ન બનો તો ય તમારા જે ખૂબ “વહાલા” છે, વહાલાંથી ય વહાલા છે તે પ્યારા સંતાનોના જીવન કામાંધ, ક્રોધાંધ વગેરે ન બની Page #165 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૬૫ જાય તે ખાતર પણ તમે અકામ, અક્રોધ બની રહેજો, પેલા મહાભારતના વિચિત્રવીર્યની કારમી કામાન્ધતાના લીધે તેનો પહેલો દીકરો ધૃતરાષ્ટ્ર અન્ય પેદા થયો. બીજો દીકરો “એનીમિક' (પાંડુરોગી) પાંડુ બન્યો. હા પાછલી વયે એ વાસના શાંત થઈ હશે એટલે જ એ સમયે જન્મ પામેલો ત્રીજો દીકરો બાપના આ સપાટામાંથી ઊગરી ગયો. ખરેખરા અર્થમાં વિદુર (જ્ઞાની) બન્યો. લગ્ન પૂર્વે જ ભાવિ પતિ પાંડુ સાથે પ્રેમ કરી ચૂકેલા મૂર્ખ કુન્તીના અને પાંડુના કામવાસનાના દોષના પાપે અકાળે જન્મેલા કર્ણની જિંદગી બધી રીતે બરબાદ થઈ ગઈ. માટે કહું છું; જે કરવું હોય તે કરો. પણ પ્યારા સંતાનોને વારસાએ કામ, ક્રોધાદિ દોષ કદી ન દો. જીવનતઃ સંસ્કરણ. અંગ્રેજીમાં કહેવત છે, "Child is the father of Man." બાળક એટલું બધું પવિત્ર છે કે તે ઈશ્વર નથી; ઈશ્વરનો ય બાપ છે. માબાપને સૌથી વધુ વહાલું પોતાનું સંતાન હોય છે. કેટલી બધી ચૂમીઓ ભરીને તેને વહાલથી નવડાવી નાખે છે! બાળકના તનને બાંધો ત્યારે જ મજબૂત થાય છે અને મન ત્યારે જ પ્રસન્નતાથી સદાબહાર રહે છે, જ્યારે માતપિતા તેના પુષ્કળ વહાલથી નવડાવી નાખે છે. એવું નવું સંશોધન જાણવા મળ્યું છે કે જન્મેલા બાળકને જો પહેલા જ ચાર કલાકમાં ભારેથી ભારે પ્રેમથી છાતીસરસું ચાંપી રાખે; પુષ્કળ વહાલથી ભરી દે તો તે બાળકના આરોગ્ય માટે કોઈ ફિકર કરવી ન પડે. પણ સબૂર! આ તો તનના આરોગ્યની વાત થઈ. આ રીતે તનથી પણ વધુ મહત્ત્વના મનના આરોગ્યની પણ તે માબાપોએ ચિંતા કરવી જોઈએ. એ માટે તે બાળકનું મન બહુ જોરદાર ગ્રહણશક્તિ (Riceptivity) ધરાવતું હોય છે. જેને પણ એ જુએ છે તેને એકદમ એ પકડી લે છે. કદાચ એ વખતે એ વસ્તુની એને સમજ ન પડે તો ય તેના અવ્યક્ત મનમાં અસરો તો જોરદાર થતી હોય છે. માબાપે માત્ર એક માંસપિંડને જન્મ આપીને છૂટી જવાનું નથી પણ તેનામાં સંસ્કારોનું આધાન કરવાનું છે. આજની મૂર્ખ સ્ત્રીઓ અને સ્વાધૂંધ માતાઓ પોતાના સંતાનને કદી ધવડાવતી હોતી નથી. બેબીકુંડથી જ કામ પતાવે છે. વસ્તુતઃ માતાના દૂધ જેવું જગતમાં કોઈ દૂધ નથી. માતાને બાઝીને પીવાતા અડધા લિટર દૂધની તાકાત ડેરીની બાટલીના સો લિટર દૂધમાં ય નથી. જો બાળકને ધવડાવતી માતા તે સમયે અત્યંત પ્રસન્ન હોય તો Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ બાર પ્રકારની હિંસાઓ બાળકનાં તન, મનની સ્થિતિ વિશેષ ઉન્નત બને છે. જો માતા ભયંકર ક્રોધમાં હોય તો તે દૂધ ઝેર બની જતું હોય છે. આર્યદેશની ખરી મા સ્તનન્વય બાળકને બાટલીનું દૂધ તો ન જ પીવા દે પણ કોઈ દાસી પાસે પણ ધવડાવવા ન દે. એમ કરે તો એ બાળક તનનો દૂબળો કે મનનો માયકાંગલો પેદા થાય. મિત્રદેશની રાણીએ યુદ્ધમાં રાજકુમાર પાસે સેનાની મદદ માગી. તે રાજકુમાર રાજમાતાને તે બાબતમાં પૂછવા ગયો. “પૂછવા જ કેમ આવ્યો ? તરત જ મદદે દોડવું જોઈએ,’' એવા વિચારવાળી રાજમાતાએ તેને ઉદાસભાવે કહ્યું, “દીકરા! હવે મને લાગે છે કે તારા પેટમાં દાસીના ધવડાવેલા દૂધનાં દસ ટીપાં તે વખતે રહી જ ગયાં હતાં! ‘એકવાર હું હોજમાં સ્નાન કરતી હતી. તું દાસી પાસે હતો. એકાએક રડવા લાગતાં, તને ભૂખ લાગી છે એમ સમજીને દાસીએ તને ધવડાવ્યો. અચાનક મારી નજર તે તરફ પડી. હું હોજમાંથી બહાર દોડી આવી, મેં તને ઊંધો કરીને, તારા મોંમાં આંગળી નાખીને એ દૂધની ઊલટી કરાવી. મને લાગ્યું કે એક ટીપું ય દૂધ તારા પેટમાં નથી રહ્યું પણ તારું આ બાયલાપણું જોઈને મને લાગે છે કે, ઓછામાં ઓછાં દસ ટીપાં તો દાસીના દૂધનાં તારા પેટમાં રહી જ ગયાં હોવાં જોઈએ. આઠ-દસ વર્ષની વય થતાં સુધી બાળકને શરૂમાં માતા બરોબર સાચવે. પછી પિતા પણ જોડાય. અને પ્રાથમિક તાલીમ વગેરે આપતાં વિદ્યાગુરુ પણ જોડાય. આ ઉંમરમાં એક પણ ખોટા સંસ્કાર ન પડે તેની પૂરી કાળજી રખાય. કેમ કે બાળક એ બાળક જ નથી કાં એ તો ભાવિ સંત છે; કાં એ સજ્જન છે; શૂરવીર છે. જનની જણજે પુત્રજન, કાં દાતા કાં શૂર; નહિ તો સહેજે વાંઝણી મત ગુમાવજે નૂર. આ વાત એકદમ સાચી છે. મને પેલા ખેડૂતની પત્ની યાદ આવે છે. એકવાર બપોરે એકાએક ખેતરથી તેનો પતિ ઘેર આવ્યો. આવતાંની સાથે જ એણે પત્ની સાથે મોં ઉપર થોડી ગમ્મત કરી. પત્નીએ તેને તેમ કરવા દીધું, પણ પછીથી તેને ખબર પડી કે પોતાનું ચાર વર્ષનું બાળક પથારીમાં પડ્યું પડ્યું તે બધું જોતું હતું. આથી તેને ખૂબ આઘાત લાગ્યો કે આ બાળક ઉપર અમારા કેવા ખરાબ સંસ્કાર પડશે ? એણે રાતે જીભ કચરીને આપઘાત કર્યો. ગંગાએ ચારણ (આકાશગામી) મુનિઓને બોલાવીને ભીષ્મને તૈયાર કર્યો Page #167 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ હતો. મુનિ જો મા વાત્સલ્યમય) અને મા જો મુનિ (સદાચારી) બને તો એક શું આ દેશમાં સો ભીખ પેદા થાય એ મુનિઓએ જ ભીષ્મને પહેલેથી અહિંસા અને બ્રહ્મચર્યનો પ્રેમી બનાવ્યો હતો. મને આવી તો કેટલીય મહાન સંસ્કારદાત્રી માતાઓ યાદ આવે છે. પેલી અતિમુક્તક (અઈમુત્તો)ની મા! છ વર્ષની વયે તો દીકરાને દીક્ષા આપી. નવ વર્ષની વયે દીકરાએ કેવલ્ય પ્રાપ્ત કર્યું. દેવકી! જેણે દીકરા ગજસુકુમાર પાસે પણ લીધું કે તેણે દેવકીને આ સંસારની છેલ્લી મા બનાવવાની, (એટલે કે આ જ ભવે મોક્ષ પામવાનો). આર્યરલિતાની માતા! બડી ચાલાકીથી બે ય દીકરાઓને સાધુ બનાવ્યા. પોતે અને પતિ પણ છેલ્લે સાધુ બન્યા? અરણિકની માતા-સાધ્વી! સાધુ-જીવનથી પતિત બનેલા દીકરાને પુનઃદીક્ષા આપી. સાધુતાનું કઠોર જીવન લાંબું ન પળાય તો તરત અનશન કરવામાં ય સંમતિ આપી. ગોપીચંદની મા! પોતાની જ આઠ રાણીઓ સાથે તન્મય બનીને ભોગવિલાસ માણતો દીકરો ન ગમ્યો! એને ઠપકો આપ્યો! દીકરો ગોપીચંદ સંત ગોપીચંદ બન્યો! મદાલસા! અનસૂયા! કેટલી માતાઓને યાદ કરું? વસ્તુતઃ માતાપિતાઓએ સંતાનોની નજર સામે તો સારું રાખવું જ જોઈએ. એમાં ય પતિએ કદી છોકરાંઓની માતાને પોતાની પત્નીને) છોકરાંઓના દેખતાં ઠપકારવી કે મારવી ન જોઈએ. આ બાબતોના માઠા પ્રત્યાઘાત બાળકો ઉપર પડે છે. મોટા થયા બાદ તેઓ તેમના બાપ માટે સ્નેહભાવ ધરાવતા હોતા નથી. લવકુશ આ જ કારણે પિતા રામની સામે જંગે ચડ્યા હતા. બાળકોને વધુપડતા ટોવાથી કે મારવાથી યા તો તેમની ઉપર સખત ધાક રાખવાથી તેઓ ખૂબ જ ખોટા રસ્તે ચડી જાય છે. સ્કૂલ-કોલેજના જીવનમાં આવાં જ બાળકો બીજાના પ્રેમમાં પડી જતાં હોય છે. જેમને માફકસર રીતે (અતિધાક નહિ તેમ અતિલોડ પણ નહિ) માબાપનો પ્રેમ મળે છે તે છોકરાં, છોકરીઓ કોલેજ લાઈફમાં કોઈ લફરું કરતાં નથી! મારા ખ્યાલ મુજબ તો બાળકોનાં કે શિષ્યોનાં જીવન બગડવામાં અને સારા થવામાં વડીલજનો, ગુરુજનો જ મુખ્ય ભાગ ભજવતા હોય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ બાર પ્રકારની હિંસાઓ આખા રાષ્ટ્રના પિતા બનવાનું સન્માન પામેલા ગાંધીજી પોતાના જ મોટા દીકરા હરિલાલના પિતા નહોતા બની શક્યા. હરિલાલે ગૃહત્યાગ કર્યો; તે દારૂડીઓ બન્યો : તેણે મુસ્લિમ ધર્મનો સ્વીકાર કર્યો. આ બધામાં વધુ વાંક ગાંધીજીનો હતો. તેમની ખોટી, કસમયની ધર્મ વગેરે બાબતમાં કડકાઈએ હરિલાલની જિંદગી બરબાદ કરી હતી. મારી તો એવી સમજ ખરી કે ધિક્કાર દ્વારા કદી કોઈ ઉપર કબજો મેળવાતો નથી. કદાચ વાત્સલ્ય દ્વારા પણ પરિણામ સારું ન મેળવી શકાય. છતાં વાત્સલ્ય દ્વારા જ આશ્રિતોને આગળ વધારવા પ્રયત્ન કરવા. ધિક્કારથી જીત મેળવવા કરતાં વાત્સલ્યથી હારી જવું સારું. જો વડીલજનો અને ગુરુજનો આચરણમાં ઉમદા હશે તો આશ્રિતોનાં જીવન ઉપર તેની અતિ સુંદર અસર પડશે જ. માત્ર ઉપદેશો દેવાથી (આચારમાં વિચિત્ર વર્તન કરવાથી) કોઈ અસર થતી નથી. એક ઠેકાણે કહ્યું છે કે જે ગુરુ પોતાના આચરણથી જ શિષ્યને આચાર ભણાવે છે તે જ ગુરુ શ્રેષ્ઠ જાણવા. બાકી વાણી અને ક્રિયા (વર્તન) બે વચ્ચે બહુ અંતર છે (માત્ર ઉપદેશથી કાંઈ ન થાય.) य: स्वीयाचारेणैव शिष्यानध्याययेद् गुरुः । મન્તવ્ય: સ ગુરુ: શ્રેષ્ઠ: વીવ: મતિરિવ્યતે || એક ચિંતકે તો કહી દીધું છે કે દયા વિનાનો જો ધર્મ હોય અને આચાર વિનાના જો ગુરુ હોય તો તેમને તરત ત્યજી દેવા. दयाहीनं त्यजेद्धर्म; क्रियाहीनं गुरुं त्यजेत् । રામ અને સીતા બન્ને પોતાના ચરણોને સુંદર કહેવામાં ઝઘડી પડ્યાં ત્યારે હનુમાને તેમને બેસાડીને બન્નેના ચરણોને વારાફરતી સ્પર્શ કરતાં કહ્યું કે, “આ ચરણથી આચરણ શ્રેષ્ઠ છે.” વારંવાર આમ કર્યું ત્યારે રામ-સીતાને હનુમાનના કથનનું રહસ્ય સમજાયું. અશ્વપાલક ગિરિદત્ત વૃદ્ધ થઈ ગયો હતો. ચાલતાં એક પગે સહેજ ખોડંગાતો હતો. તેને પોતાને જ તે વાતનો ખ્યાલ આવ્યો ન હતો. રાજાએ અતિ મોંઘાભાવે ખરીદેલો અશ્વ તાલીમ માટે તેને સોંપ્યો, પણ તે ઘોડો પણ ખોડંગાતો જ ચાલવા લાગ્યો. એણે ગિરિદત્તની ચાલને તરત પકડી લીધી. રાજાના પૈસા પાણીમાં ગયા! Page #169 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ જે ઘરનું વાતાવરણ ધર્માચારમય છે તે ઘરના સંતાનોના સંસ્કરણની કોઈ ચિંતા કરવાની રહેતી નથી. - ઘરમાં વજનો જન્મ થયો. સહુ તેના બાપે લીધેલી દીક્ષાને યાદ કરવા લાગ્યા, એ “દીક્ષા' શબ્દ સાંભળતાં જ વજના પૂર્વભવીય સંસ્કારો જાગ્રત થયા. વજે રોવાનું ચાલુ કર્યું. કંટાળીને માતા સુનંદાએ, તેના પિતા-મુનિને એ બાળક સોંપી દીધું, નાનકડી વયે તેને દીક્ષા અપાઈ. જૈન ધર્મના અતિ મહાનું આચાર્યોમાંના તે એક- વજાસ્વામીજી- થયા. દેવો પણ જેના બ્રહ્મચર્યાદિના બળથી આકર્ષાયા હતા. આ રીતે માતાઓ ગુરુઓએ પોતાના વાત્સલ્ય અને સદાચારોથી સંતાનોનું સંસ્કરણ કર્યું છે. પણ સબૂર! માતપિતાદિથી, નિમિત્તોથી કે સંગથી જે સંસ્કાર સારા કે નરસા જાગ્રત થાય તેથી વધુ ઝડપથી તો - ખોળીયા (ભાવ)થી સંસ્કારો જાગ્રત થતા હોય છે. ઉચ્ચ કક્ષાનું સંયમ જીવન પાળનારો સાધુનો આત્મા જો બિલાડીના ભવનો આયુષ્યબંધ કરી દે; અને તેથી બિલાડીનું ખોળીયું પામે તો તરત પેલા જીવદયનાના જમાવેલા સંસ્કાર દબાઈ જાય અને ઉંદરોને તથા કબૂતરોને ચીરી નાખવાના ભૂતપૂર્વ બિલાડીના ભવોના સંસ્કારો જાગ્રત થઈ જાય. આથી જ જ્યાં ત્યાં જન્મ થઈ ન જાય તેની ખૂબ સાવધાની રાખવાનું જૈન શાસ્ત્રોમાં ભારપૂર્વક જાણવવામાં આવ્યું છે. આપણે જોયું કે પૂર્વ ભવના સંસ્કારો, અને કુસંગાદિ નિમિત્તોથી ઉદ્ભવતા સંસ્કારો ભેગા થઈને જીવને કુસંસ્કારી બનાવતા હોય છે. આમાં જેનું જોર વધુ હોય તે જીવંત થાય છે. બાકીના દબાઈ જાય છે. છતાં સામાન્ય રીતે એમ કહી શકાય કે સારા કે નરસા જીવનના ઘડતરમાં પૂર્વભવના જીવના પોતાના સંસ્કારોનું બળ ચાલીસ ટકા હોય છે; માતાપિતાના સંસ્કારોનું બળ ચાળીસ ટકા હોય છે. નિમિત્તોનું બળ વીસ ટકા હોય છે. આ વીસ ટકા ભલે ઓછા છે પરંતુ એ જ સૌથી વધુ બળવાન છે, એ જો સારા હોય તો જમા પડેલા ભૂતપૂર્વ ભવના સારા સંસ્કારો જાગ્રત થઈને “સારા”ના ૬૦ ટકા (૨૦ + ૪૦) બની જાય છે. એ નિમિત્તો જો ખરાબ હોય તો ભૂતપૂર્વના “ખરાબ” જાગ્રત થઈને તેના ૬૦ ટકા (૨૦ + ૪૦) બની જાય છે. આજે અશુભ નિમિત્તોના તો ચારે બાજુ ઢગલા ખડકી દેવામાં આવ્યા છે. ભારતીય મહાપ્રજાનું સંસ્કાર-માળખું છિન્નવિચ્છિન્ન થઈ જાય તે માટે જ વિદેશીઓએ દેશી-ગોરાઓ દ્વારા હિંસકતા, દુરાચારિતા, ક્રોધાન્ધતા વગેરે કુસંસ્કારો એકદમ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ બાર પ્રકારની હિંસાઓ જાગ્રત કરી દે; સુસંસ્કારોને ખતમ કરી નાખે તેવા કુનિમિત્તોના ઢગલેઢગલા તસુ તસુ ભૂમિ ઉપર ગોઠવી દીધા છે. એકલું કાજળ વરસી રહ્યું છે; અહીં વસ્ત્રને ઊજળું રાખવાનું શી રીતે શક્ય બને ! ચારે બાજુ આગ લાગી ગઈ છે. અહીં દાઝયા વિનાના રહેવું તો સંતોનેસંસાર ત્યાગીઓને પણ ભારે પડી જાય તેવું છે. જરાક આંખ ક્યાંક નાખો કે તરત બીભત્સ, અશ્લીલ પોસ્ટર જોવા મળી જશે. જરાક કોઈ ગીતને કાન દો કેં તરત વાસના ભડકી જશે. માવો, દારૂ, ડ્રગ્સ, ડીસ્કો, પોપ સંગીત, વિડીઓની બ્લ્યુ ફિલ્મો, બ્યુટી પાર્લરોના કૌભાંડ, વિડીઓ ગેઈમનો જુગા૨, માંસાહાર, દાણચોરી, કાળાબજાર, ભ્રષ્ટાચાર, ખૂનખરાબાથી માંડીને માફીયાગીરી... વગેરેથી આ ભારતની મહાપ્રજા... ખાસ કરીને નવી પેઢી : ઘણી બધી યુવતીઓ; ઘણા બધા યુવાનો - ઘેરાઈ ગયાં છે. એ બધાનાં ઝેરી ફળો પણ એ ઝેરી ઝાડ ઉપ૨ આવવા લાગ્યાં છે. હતાશા, ક્રૂરતા, નિર્લજ્જતા, આવેશ, મારામારી, ગાંડપણ અને આત્મહત્યાના વિચારો એ બધા આ ઝેરી ઝાડનાં વિષફળો છે. ઓછામાં ઓછા દસ લાખ યુવાનો આ ફળોને આરોગીને જીવનથી સાવ કંટાળી ગયા છે. આમાં કોન્વેટન્ટ પદ્ધતિના શિક્ષણે સૌથી મોટો ભાગ ભજવ્યો છે. મહામૂલા સુસંસ્કારોની હિંસા કરવામાં નિમિત્તો, માબાપો અને પૂર્વભવોના છરાઓ કરતાં ય કોન્વેન્ટનો છરો સૌથી વધુ ઘાતકી નીવડ્યો છે. એને નાસ્તિકતાનું ઝેર પાઈને તૈયાર કરાયો છે. ઓ માબાપો! જો તમારી વહાલામાં વહાલી ચીજ તમારાં સંતાનો હોય તો તેમના આત્મામાં જમા પડેલા સુસંસ્કારોની તમે હત્યા કરી ન નાખો : તમે ગર્ભથી માંડીને કોન્વેન્ટના શિક્ષણ સુધીનાં તમામ ક્ષેત્રોમાં પૂરા સાવધાન બનો. એ ભૂલકાંઓને જ્યાં સુધી સમજણની દાઢ ન આવે ત્યાં સુધી તેઓ તમને આધીન છે. તમારા આશ્રયે છે. તેનું માથું ; તમારા અધિકારની તાસકમાં એમણે મૂકીને તમને સોંપ્યું છે. શું તમે તેમના જીવન-ઘડતરના વિષયમાં ધરાર ઉપેક્ષા કરશો. શું તમે અમર્યાદ જીવનમાં તેમને પટકી નાખશો; શું તમે તેમને વધુપડતાં લાડ લડાવીને તેમના જીવનને વાઢી નાખશો ? તમારી તાસકમાં મૂકેલું માથું શું તમે કોન્વેન્ટના છરાથી કાપી નાખશો ? ; જો હા... તો સાંભળી લો કે તમે સંસ્કારહત્યારા બન્યા એટલે તમારા જેવો હત્યારો દેવનારનો પેલો પશુ હત્યારો કસાઈ પણ નહિ ગણાય. પશુહત્યા કરતાં Page #171 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૭૧ માનવોના-મહાપુણ્ય કરીને યોગસાધના કરવા માટે તમારે ઘરે જન્મ પામેલા સંતાનોના-સુસંસ્કારોની હત્યા એ તો અતિ ભીષણ અને ભયાનક હત્યા ગણાય. સંસ્કાર જ માણસને માણસ બનાવે છે. શિક્ષણ તો માણસને માણસાઈ વિનાનો ડૉક્ટર, વકીલ કે પ્રધાન વગેરે જ બનાવી શકે છે. તમારુ સંતાન વિવેકાનંદ, શિવાજી, ભગતસિંહ, ધર્માત્મા કુમારપાળ, વસ્તુપાળ, મયણા, સુલસા, મીરાં કે અનુપમા બને! હેમચન્દ્રાચાર્ય કે હીરસૂરિજી બને એવી શું તમારી કોઈ મહત્ત્વાકાંક્ષા જ નથી? શું તમે તમારાં બાળકોમાં અમિતાભનાં કે શ્રીદેવીનાં દર્શન કરવા માગો છો? નહેરુનાં કે ઈન્દિરાનાં દર્શન કરવા માગો છો ? હાય! તો તો અમારે હાથ ધોઈ નાંખવા પડશે; આવા ગંભીર વિષયોની ચિંતા કરવામાંથી! જ્યારે આર્યાવર્તની સમસ્ત આર્ય - મહાપ્રજા પશ્ચિમની જીવનશૈલીની ગગનસ્પર્શી આગની જ્વાળાઓમાં પૂરી ફસડાઈ ગઈ છે ત્યારે કોકે તો જાગવું જ પડશે; કોકે જીજાબાઈ કે અનસૂયા બનવું જ પડશે. કોક શિક્ષકે ક્ષીરકદંબક બનવું જ પડશે. કોક સંતે તો શીલગુણસૂરિજી કે કાલકસૂરિજી યા કુમારિલ ભટ્ટ બનવું જ પડશે. બધા જ ઊંઘતા રહેશે તે કેમ ચાલશે? વેણીભાઈ પુરોહિતનું એક કાવ્ય મને યાદ આવે છે. ૧ આપણામાંથી કોક તો જાગે. બાપદાદાની બાંધેલ ડેલી, એક ફળીબંધ હોય હવેલી. ગામની ચિંતા ગોંદરે મેલી, એ ય નિરાંતે લીમડા હેઠે... ઢોળીઆ ઢાળી, સહુ સૂતા હોય એમ કાં લાગે? આપણામાંથી કોક તો જાગે.' અંતે, એટલું જણાવીશ કે પહેલાંની છ હિંસાઓ પરહિંસા છે. જ્યારે આ સાતમી સંસ્કારહિંસા તે સ્વહિંસા છે. પરહિંસા કરતાં સ્વહિંસા, ખૂબ વધુ ભયાનક હોય છે. તે તો કદી ન કરવી જોઈએ. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ બાર પ્રકારની હિંસાઓ સંપત્તિહિંસા (૮) સાતમા નંબરની સંસ્કારહિંસા નામની સ્વહિંસાથી પણ સંપત્તિહિંસા દ્વારા ઘણી મોટી સ્વહિંસા થાય છે. અહીં સંપત્તિ એટલે ધર્મનાં ઉપકરણો! મુહપત્તિ, પૂંજણી, ચરવળો, કટાસણું, પૂજા માટેના ધોતિયું અને ખેસ, કે ઓઘો, દાંડો, નવકારવાળી, આયબિંલની રસોઈનું અડદનું ઢોકળું, મંજીરા, કાંસા, પ્રભાવનાનું પતાસું, ઉપાશ્રય, જિનાલય યાવત્ શત્રુંજય વગેરે તીર્થભૂમિઓ. આ ઉપકરણોના વિધિવત્ સેવનથી આત્મામાં પડેલા સારા સંસ્કારોનું જાગરણ થાય છે. જેના સારા સંસ્કારો ખતમ થઈ ગયા હોય તેને ફરી તૈયાર કરવા માટે આ બધાં ઉપકરણો અત્યંત ઉપયોગી છે. આના દ્વારા જ નવી પેઢીના સંતાનોમાં નાનપણથી જ સુંદર સંસ્કારો પડે છે. દેરાસરમાં પૂજા ભણાતી હોય ત્યારે તાલ વિનાના મંજીરા વગાડતું બાળક એક દિવસ પ્રભુનું પરમભક્ત બનીને નરસિંહ મહેતા બની જાય છે. આયંબિલ કરતી બાની થાળીમાંથી અડદનું ઢોકળું ઉપાડી લઈને મસ્તીથી ખાતું બાળક વર્ધમાન તપની સો ઓળીનું આરાધક બને છે. માત્ર રજાના દિવસે, બાપાના દબાણથી પણ ચરવળો, કટાસણું લઈને જેમતેમ સામાયિક કરતો – સતત ઘડીયાળ સામે જોતો – કિશોર પુણીઓ શ્રાવક બની શકે છે ! પ્રભાવનામાં મળતા પતાસાની લાલચે વ્યાખ્યાન સાંભળતી બેબી, જિનશાસનની મહાશ્રાવિકા અનુપમા બની જાય છે. નવપદના નવ એકાસણા કરતી બાળા, મયણાસુંદરી બની શકે છે. શત્રુંજય તીર્થની યાત્રા મનોરંજનરૂપે કરતો યુવાન તે તીર્થનો અધિષ્ઠાયક દેવ કપર્દી બની શકે છે. જિનશાસનની એકવીસ હજાર વર્ષ સુધી ચાલનારી અવિચ્છિન્ન સ્થિતિમાં આ Page #173 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૭૩ સંપત્તિઓનો સિંહફાળો રહેવાનો છે. માટે જ વરઘોડા, ઉજમણાં, સંઘ, ઉપધાન વગેરે થોડી ઓછી સમજથી ભાવુકો કરે તો ય હાલ તો કરવા દેવા. એના દ્વારા જ તે લોકો સત્સંગ, જિનવાણી શ્રવણ, સધાર્મિકોનો પરિચય વગેરે પામીને ધર્મ તરફ વળતા હોય છે. જો આ બધું – ધુમાડા કહીને, ખોટો ખર્ચ કહીને, ગરીબોની સેવા વગેરેને આગળ કરીને - બંધ કરાશે તો ધર્મતત્ત્વને પમાડતી આ હાલતા-ચાલતી (મોબાઈલ) યુનિવર્સિટી બંધ પડી જતાં જૈનધર્મને ભારે નુકસાન પહોંચી જશે. બંધ કરવા જ હોય તો પહેલાં સિનેમાં બંધ કરો. દેરાસરો નહિ. હોટલો બંધ કરો; આયંબિલખાતા નહિ; ધન ગણવાનું બંધ કરો; નવકારવાળી ગણવાનું નહિ; માથેરાન-શીમલાના પર્યટનો બંધ કરો; સંઘો નહિ. ડીસ્કો બંધ કરો; નાની બાળાઓના જિનાલયના ગરબા નહિ. એ અધિકરણો (દુર્ગતિ પ્રાપ્ત વસ્તુઓ)ની સામે અમારા ઉપકરણઓની સેના સદા સજ્જ બનીને ઊભી રહેશે : લડતી રહેશે. જે કુટુંબોમાં નાસ્તિકતા પ્રસરી છે; ભોગરસ તીવ્ર બન્યો છે; ત્યાંથી પૂજાણી ચરવાળો વગેરે સાફ થઈ ગયા છે! નાસ્તિકતાના છરાએ તે સંપત્તિની કતલ કરી છે. પણ આ તો કૌટુંબિક સ્તર ઉપર કતલ થઈ. સામાજિક સ્તર ઉપર ભેટ-સોગાદ, ચાંલ્લો વગેરરૂપે આવી સંપત્તિ પૂર્વે અપાતી હતી તે હવે ટી.વી., રેફ્રીજરેટર વગેરેના સ્વરૂપમાં ભેટ થતાં સફાચટ થઈ છે. વળી રાજકીય સ્તર ઉપર કાયદાના ખંજરોથી આ સંપત્તિની હત્યા કરાઈ છે. તાજેતરમાં જ આવી રહેલા ગીફટ ટેક્સ, પૂર્વે આવેલા ટ્રસ્ટ એક્ટ વગેરે દ્વારા ઘણીબધી સંપત્તિનો સરકારે કબજો લીધો છે. તેમાં ઘટાડો કરવાની ફરજ પાડી છે. સો વર્ષ પુરાણી તમામ સંપત્તિઓ-મૂર્તિ-મંદિર - શાસ્ત્રો વગેરે ઉપર સરકારે કાયદો કરવા દ્વારા પોતાની માલિકી જાહેર કરી છે. અને જરૂર પડે તો તે ચીજોને ટુરીસ્ટોના આકર્ષણ માટે દિલ્હી વગેરે મહાનગરોના મ્યુઝિયમોમાં મૂકવાની સત્તા પણ મેળવી લીધી છે! કેવા જૈન-અજૈન ધર્મપ્રેમી લોકો ઊંઘતા ઝડપાઈ ગયા! મુદ્રણકાર્ય દ્વારા શાસ્ત્રોના દીર્ઘ આયુષ્ય ટુંકાવી દેવાયા છે! શી ખબર હજી કેટલા નવા કાયદાના છરા ઊભા થઈને આ સંપત્તિઓની કતલ કરતા રહેશે. પૂર્વે નહેરૂના સમયમાં ધાર્મિક ટ્રસ્ટોની સ્થિતિનો અભ્યાસ કરવા માટે આયંગર કમિશન નિમાયું હતું. તેણે રજૂ કરેલા અહેવાલમાં એક વાત - ખૂબ જ ગંભીર કહેવાય તેવી કરી છે કે આ દેશ સેક્યુલર સ્ટેટ હોવાના કારણે કોઈ પણ વ્યક્તિની Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ બાર પ્રકારની હિંસાઓ સમાજની જે તે ધાર્મિક વસ્તુ ઉપર (માળા વગેરે ઉપર) માલિકી હોઈ શકે નહિ. માળા તો સરકારની... હા; જપ તે ધર્મી માણસનો. મંદિર તો સરકારનું.. હા. પૂજા તે પૂજક માણસની. ઉપાશ્રય તો સરકારનો; સામાયિક માત્ર તેના સાધકનું. જો સરકાર આ રીતે આગળ વધતી રહે તો ઘણીબધી ધાર્મિક સંપત્તિઓ કાં પોતાનું સ્વરૂપ ગુમાવશે, કાં નષ્ટ થઈ જશે. ખરેખર તો મોહરાજના જેટલા સાધનો (હોટલ, સિનેમા, જીમખાના, ડીસ્કો વગેરે કુલબો આદિ) વધે તેમ તેની સામે - છેવટે એકની સામે એક બરોબર - તો ધર્મરાજની સંપત્તિઓ ઊભી થવી જ જોઈએ. જેમ વિરાધનાની સામે આરાધના ટક્કર લે, તેમ વિરાધના (પાપ)નાં સ્થાનોની સામે આરાધનાનાં સ્થાનો જ ટક્કર લે; અને વિરાધનાની ક્રિયાઓની સામે આરાધનાની ક્રિયાઓ જ ટક્કર લઈ શકે. વિમાન-યુદ્ધની સામે વિમાન-યુદ્ધ જ જોઈએ ને! ભૂતકાળમાં હસ્તિદળ સામે હસ્તિદળ ગોઠવાતું; અશ્વદળ સામે અશ્વદળ જ ગોઠવાતું. ફાગણ સુદ તેરસ વગેરેની શત્રુંજય તીર્થયાત્રાદિ જૈનોમાં અને કુંભમેળો, અષાઢી રથયાત્રા, ગણેશ મહોત્સવ વગેરે અજેનોમાં જે થાય છે તેની પાછળ વિરાટ હિન્દુ પ્રજામાં ધાર્મિક ભાવનાઓને જીવંત કરવામાં થાય છે; વળી હિન્દુ-એકતા માટે તે ખૂબ જ સફળ આયોજનો છે. દેશી-ગોરાઓ આ બધું કાયમ માટે બંધ થાય તે માટે તે પ્રસંગોમાં હુલ્લડ વગેરે કરાવીને અશાંતિ સર્જે છે. પણ કોઈ પણ હિસાબે આ પર્વોત્સવો બંધ થવા ન જોઈએ. તેમ થતાં એકતા અને જીવંત ધર્મભાવનાની સંપત્તિની કતલ થઈ જશે. હાલની સર્વધર્મનાશની ઝેરી હવાના સમયમાં સમ્યકત્વ ને મિથ્યાત્વના સૂમચિંતનથી મૂલવીને તે રીતે જાહેરમાં ઉપદેશવા જોઈશે. આ દેશમાં તો શંત્રુજ્ય તીર્થનો કંકર કંકર શંકર છે; નદીની રેતીનો પ્રત્યેક કણ પાપહર છે; માટે જ યજ્ઞોપવીતની ક્રિયા વખતે વિપ્ર બટુકો નદીતટની માટીને માથે ચડાવીને બોલે છે, “હે માટી! મારા પાપોનો નાશ કર!” “મૃત્તિકે! હર મે પાપમ્” Page #175 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૭૫ સંઘ (સત્તા) હિંસા (૯) સંઘ એટલે ચતુર્વિધ જૈન-સંઘ : તેની સત્તા. એ સંઘસત્તા, લોકસત્તા દ્વારા ખતમ કરાઈ રહી છે, તારક તીર્થંકરદેવોએ સ્થાપેલા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના ચતુર્વિધ સંઘમાં શ્રમણની પ્રધાનતા છે. શ્રમણોમાં આચાર્યની પ્રધાનતા છે. આથી આ સંઘ આચાર્યપ્રધાન-શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ કહેવાય. - આ શ્રીસંઘનો સભ્ય તે જ ગણાય જેણે તારક તીર્થંકરદેવની તમામ આજ્ઞાઓને માથે ચડાવી હોય. હા. તે બધી આજ્ઞાઓનો પાલક ન પણ હોય; તો ય તે આજ્ઞાઓનો કટ્ટર પક્ષપાતી તો હોય જ. આ સંઘનો સભ્ય પ્રભુ-આજ્ઞા મુજબ રાત્રિભોજન કરે જ નહિ; અને જો કરે તો ય રાત્રિભોજનત્યાગનો જ તે કટ્ટર પક્ષપાતી હોય. આવો યથાશક્તિ પાલક; અને શેષમાં કટ્ટર પક્ષકાર તે જૈનસંઘનો સભ્ય ગણાય. જે કહેવાતા જૈનો આવા પાલક : પક્ષકાર નથી તેમનો બનેલો સંઘ તે સંઘ નથી. તે તો માત્ર હાડપિંજર છે!” એમ સંબોધસિત્તરિમાં કહેવામાં આવ્યું છે. એકેક જ સાચા-સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો પણ સંઘ હોઈ શકે. પાંચમા આરાના છેડે આવો જ સંઘ રહેવાનો છે. આવો સાચો જૈન-સંઘ એ ચોવીસ જિનેશ્વરદેવોની ગેરહાજરીમાં પચ્ચીસમાં તીર્થકરની તુલ્ય મનાયો છે. તેની આણ કોઈથી લોપી શકાય નહિ. નેપાળમાં સાધના કરી રહેલા ભદ્રબાહુસ્વામીને સંઘે પટણા આવીને ભુલાએલું શ્રુત સાધુઓને આપીને અખંડિત કરવા માટે જણાવ્યું ત્યારે આચાર્યદેવ પોતાની સાધનાનો ભંગ થવાના કારણે ના પાડી ત્યારે શ્રીસંઘે ફરી માણસ મોકલીને પુછાવ્યું કે “સંઘની આજ્ઞા માન્ય ન કરે તેને શું પ્રાયશ્ચિત આવે?'' અને.... આચાર્યદેવને પોતાની ભૂલ સમજાઈ તેમણે માફી માંગવા સાથે એવો રસ્તો કાઢ્યો, જેમાં બન્ને બાબતો સચવાઈ ગઈ. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ બાર પ્રકારની હિંસાઓ અમુક દોષને કા૨ણે જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિજીને બાર વર્ષના ગુપ્તવાસાદિનું પ્રાયશ્ચિત્ત આપ્યું હતું. તેને વહન કરતાં સાત વર્ષ વીતી ગયા. તે વખતે સંઘને તેમની ઉપસ્થિતિ ખૂબ જરૂરી જણાઈ. આથી તેમનું પ્રાયશ્ચિત ટુંકાવીને તેમને સંઘમાં પ્રગટ રીતે આવી જવાનું જણાવ્યું; જેનો પૂજ્ય સૂરિજીએ અમલ કર્યો. સ્થૂલભદ્રજીને પેદા થયેલા અહંકારને કારણે પૂજ્ય ભદ્રબાહુસ્વામી જે દસ પૂર્વથી આગળનું શ્રુત ભણાવવાનું બંધ કર્યું; ત્યારે શ્રીસંઘના આગ્રહ આગળ નમતું જોખીને સૂરિજીએ સ્થૂલભદ્રજીને શેષ ચાર પૂર્વે (સૂત્રથી) આપ્યા. જ્યારે મંત્રીશ્વર વાગ્ભટ્ટે તીર્થાધિરાજ શ્રીશત્રુંજયના મુખ્ય જિનાલયનો સ્વદ્રવ્યે જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે ભમતીમાં પવન ભરાતામાં તે જિનમંદિર તૂટી પડતાં તેમણે ફરીથી ભમતી વિનાનું જિનમંદિર નિર્માણ કરવાનો શિલ્પીઓને આદેશ કર્યો. પણ આવું જિનમંદિર નિર્માણ કરાવતાં મંત્રીશ્વરનો વંશવિચ્છેદ થવાની આપત્તિ માથે તોળાઈ જે શ્રીસંઘને જરાય મંજૂર ન હતી. આથી શ્રીસંઘે તેમને વિનંતી કરી કે, “બીજી વારનું નિર્માણ કાર્ય અમને સકળ શ્રીસંઘને તમે સોપો.'' તરત વાગ્ભટ્ટ બોલ્યા, “શ્રીસંઘે તો મને આજ્ઞા જ કરવાની હોય, વિનંતી કદાપિ નહિ. શ્રીસંઘની આ આજ્ઞા મને સર્વથા મંજૂર છે!’’ શ્રીસંઘની અપૂર્વ મહાનતાને નજરમાં રાખીને વજ્રાસ્વામીજીએ પર્યુષણ-પર્વ દરમ્યાન બૌદ્ધ રાજા વડે રોકાવાયેલી જિનભક્તિ (પુષ્પપૂજા) શરૂ કરાવી હતી. લાખો પુષ્પો તેઓશ્રીએ મેળવી આપ્યા હતા. જિનશાસનના જબરદસ્ત પ્રભાવક શ્રાવક (પરમાર્હત્) ગૂર્જરેશ્વર કુમારપાળ ઉપર આવેલા લૂ લાગી જવાના મરણાંત કષ્ટને કલિકાલસર્વજ્ઞ ભગવંતે ટાળી દીધું હતું. તરણતારણહાર તીર્થંકરદેવો જ્યારે વિશ્વમાત્રનું હિત સાધતા ધર્મતીર્થને જિનશાસનને પ્રવર્તાવે છે ત્યારે તેના સંચાલક તરીકે આ શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. બેશક; આ સંઘે પણ જિનશાસન નામની જે વિશ્વકલ્યાણસર સંસ્થા છે તેનું સંચાલન દ્વાદશાંગી સ્વરૂપ જિનાજ્ઞાને સંપૂર્ણપણે વફાદાર રહીને જ કરવાનું છે. ક્યારેક તેમાં પરિવર્તન પણ કરવું પડે તો ગીતાર્થ સાધુઓ શાસ્ત્રાનુસારી પરિવર્તન જરૂર કરે છે. પરંતુ માત્ર સમયાનુસા૨ી કે લોકાનુસારી પરિવર્તન કદી થઈ શકતું નથી. આ શ્રીસંઘ દ્વિવિધ નથી પરંતુ શ્રાવક અને શ્રાવિકાને લઈને ચતુર્વિધ છે એ Page #177 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૭૭ વાત સાબિત કરે છે કે તેઓએ પણ જિનશાસનની સેવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ આપવાનો છે. સાધુ, સાધ્વીજીઓએ પણ ઉત્તમ કક્ષાના શ્રાવક-શ્રાવિકાઓની અશાતના ન થઈ જાય તેની કાળજી કરવાની છે. આ સંઘનું અઢાર કોમમાં માન હતું; વર્ચસ્વ પણ હતું. એક વાર પાલણપુરના નવાબ સાહેબ પાસે કોઈ કાર્ય માટે સંઘના અગ્રણીઓ - મહાજનો - ગયા, તે વખતે નવાબશ્રીએ જમતાં જમતાં તેમની સાથે વાતો કરી. જમી રહેલા નવાબના શાહજાદાએ રસોઈયાને બૂમ પાડીને કહ્યું, “મચ્છી લાવ.” અને... નવાબસાહેબનો પિત્તો ગયો. તેમણે તરત એક લાફો શાહજાદાને લગાવી દીધો અને કહ્યું કે, “મહાજન બેઠું છે; તેની તને જરાય શરમ નથી આવતી કે તું મચ્છી મંગાવે છે?' ભૂતકાલીન રાજાઓ વગેરે શ્રીસંઘના મહાજનનું ભારે માન સાચવતા. તેમની વાતોને ખૂબ ગંભીરપણે ધ્યાનમાં લેતા. આ “મહાજન' એ જ જૈનધર્મની સાચી સંસ્થા ગણાય. જે આજે પણ પાંજરાપોળ વગેરે પ્રાચીન સંસ્થાઓનું સંચાલન કરે છે. પરમાત્મા મહાવીરદેવના શાસનકાળમાં તે પરમકૃપાળુંના નિર્વાણ પછી સિત્તેર વર્ષે થયેલા જૈનાચાર્ય શ્રીરત્નપ્રભસૂરિજીએ “મહાજન' સંસ્થાની વિધિસર સ્થાપના કરી હતી. પૂર્વે આપણે જોયું કે આ ભારતવર્ષમાં પ્રજાના સાચા હિત માટે જે કાંઈ થતું તેમાં ઉપરથી નીચે વિચારોનું અવતરણ થતું. તારક તીર્થ કરદેવ સૌથી ઉપર છે. તેઓશ્રીએ પ્રરૂપેલી વાતો ક્રમશઃ નીચે નીચેના ગણધરો, આચાર્યો, શ્રીસંઘનું મહાજન, કૌટુંબિક વડાઓ, સંતાનો અને નોકરો વગેરે સ્વીકારતા. ઉપરની કક્ષાના આત્માઓમાં અતિ ઉત્તમ વાતો જ હોય; ત્યાં પ્રજાની અહિતકર કે નબળી વાતોને તો સ્થાન જ ન હોય એ સહજ છે. આવી વાતોને ઠેઠ નીચેના સ્તર સુધી સહુ સ્વીકારે તો સહુનું હિત જ થાય તે વાત પણ સહજ છે. કુટુંબમાં વડીલો છે અને દીકરાઓ, વહુઓ અને નોકરાય છે. વડીલોની વાત નોકરો સુધીના તમામે સ્વીકારવી જોઈએ. નોકરોની વાત વડીલો સુધીના સહુ સ્વીકારે તો કુટુંબનું સત્યાનાશ નીકળી જાય; કેમકે નોકરો પાસે તેવો બોદ્ધિક કે આત્મિક વિકાસ જ નથી. તેમની વાતોમાં એકાન્ત સહુનું હિત કયાથી હોઈ શકે ! મેં પૂર્વે જણાવ્યું હતું કે પ્રજાના ધાર્મિક સ્તર ઉપર શ્રીસંઘના આચાર્યની સત્તા હોવા છતાં બાકીના સામાજિક, આર્થિક અને રાજકીય સ્તરો ઉપર પણ અનુશાસન Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ બાર પ્રકારની હિંસાઓ કરવા પૂરતી આચાર્ય (સંત)ની સત્તા તો ખરી જ. જ્ઞાતિના બનેલા સામજિક સ્તરના વડા અને વેપારના ક્ષેત્રના શાસક હતા; રાજકીય સ્તરના શાસક, તે ક્ષેત્રના વડા રાજા હતા. પરંતુ અનુશાસક તો તમામ સ્તરે આચાર્ય હતા. તેઓ ધાર્મિક સ્તરના શાસક પણ હતા. સામાજિક વગેરે ક્ષેત્રોમાં જો કોઈ પણ અનુચિત નિર્ણય લેવાય; જો કાંઈ આપખુદી વપરાય તો સંતો તેનું અનુશાસન અવશ્ય કરે. અનુશાસન એટલે ખોટું થતું અટકાવવા માટેનું નિયંત્રણ. આ સામાજિક, આર્થિક અને રાજકીય સ્તર ઉપર શાસન નહિ પરંતુ અનુશાસન તો સંતોનું જ રહેતું. આમ હોવાના કારણે તીર્થંકરદેવ સ્થાપિત શ્રીસંઘને લોકસત્તા કરતાં રાજસત્તા અને સંતસત્તા સાથે વધુ મેળ બેસતો. - કાશ! આજે તો લોકસત્તાને સંઘસત્તા સામે ખડી કરી દેવાઈ છે. લોકસત્તાના છરાથી સંઘસત્તાની કતલ ચાલી છે. લોકસત્તા એટલે લોકશાસન; જેમાં નોકરોના (પછાતોના) વિચારો ઉપર -ઉપરવાળા : શેઠ, મહાજન, સંઘ, અને સંતોએ સ્વીકારવા પડે. જ્યાં નીચેના વિચારો ઉપર જાય ત્યાં પ્રજાની અધોગતિ થાય તેમાં કોઈ આશ્ચર્ય નથી, કેમકે લોક તો ગતાગતિક હોય છે. એની પાસે સૂક્ષ્મ બુદ્ધિ હોતી નથી. જ્યાં ઉપરના વિચારો નીચે જાય ત્યાં એ પ્રજાની ઊર્ધ્વ ગતિ થાય. આંખ સામે આ અધોગતિ જણાઈ રહી છે. સંતતિનિયમન, ગર્ભપાત, રક્તવીર્યનાં દાન, આંતર-લગ્નો, ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર, ગર્ભપાત અને છૂટાછેડાની કાયદેસરતા, હુંડીયામણની ઘેલછા, સત્તાની કારમી લાલસા, સ્વાર્થાન્ધતા, જાતીયવૃત્તિઓનો બેફામ પ્રસાર, ફેશન વ્યવસનોની નિર્લજ્જ પ્રવૃત્તિઓ વગેરેને ચિક્કાર પ્રોત્સાહન મળ્યું છે. અહીં સારી તમામ વાતોને, પરંપરાઓને, મર્યાદાઓને ધરતીમાં દાટી દેવાઈ છે. અહીં વડીલોની આમન્યા સફાચટ કરાઈ છે. ભૂત-પ્રેતના બીભત્સ ચાળા કરતાં ટોળાની જેમ અહીં-લોકસત્તામાં-હલકા વિચારોના ટોળેટોળાં ચોમેર ભમી રહ્યાં છે, એમનું બીભત્સ સ્વરૂપ પ્રસારી રહ્યાં છે. લોકશાસનના જબરા પુરસ્કર્તાઓમાંના એક ગણાતા બ્રિટનના ચર્ચિલે કહ્યું છે કે, “પ્રજાનાં સુખ, શાંતિ અને આબાદી માટેની લોકશાહી પદ્ધતિને હું સારામાં Page #179 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૭૯ સારી પદ્ધતિ તો ન જ કહું. પણ કદાચ એટલું કહું કે બીજી સરમુખત્યારશાહી વગેરે પદ્ધતિઓ કરતાં તે ઓછામાં ઓછી ખરાબ છે.” ખેર. મારી દૃષ્ટિએ તો લોકશાસન એ સુ-લોકશાસન ન હોય તો તેના કરતાં કોઈ સારા માણસની સરમુખત્યારશાહીને જ આજની તારીખમાં ભારતીય પ્રજાએ સ્વીકારી લેવી જોઈએ. જો કે મારા જેવાઓ તો સંત-શાસન (અનુશાસન) આધારિત રાજશાસન (રાજાશાહી) ને જ પસંદ કરે છે. (હાલની અંધાધૂંધી જોતાં તો નક્કી પસંદ કરે છે.) પણ હજી આ વાત કરવાનો સમય પાકેલો જણાતો નથી. બાકી આ લોકશાસને તો પશુઓના ચિત્કારોથી ગગનને ઉભરાવી દીધું છે; નારીના શીલના ઊભી બજારે ફુરચા ઉડાવ્યા છે; વડીલોની આમન્યાઓના ભુકા કરી નાંખ્યા છે; તમામ સાંસ્કૃતિક મર્યાદાઓને તોડી-ફોડી નાંખી છે; ખેતી, આયુર્વેદ, વર્ણવ્યવસ્થા, જાતિનું અસાંકર્ય વગેરે પ્રજાની એકાંતે હિતકારી જે વ્યવસ્થાઓ હતી તેની ક્રૂર મજાક ઉડાવી છે. વેદ, આગમ વગેરે ધર્મગ્રંથોને જાહેરમાં સળગાવ્યા છે, એની વાતોને “આઉટ-ઓફ ડેઈટ' જાહેર કરી છે. આ લોકશાસન એ હવે ટોળાનું નહિ; ગુંડાઓનું જ નહિ પણ માફીયાઓનું અને આતંકવાદીઓનું શાસન બનવા તરફ ઝડપથી ધસી રહ્યું છે. પછાતોના ઉત્કર્ષમાં ગુણવત્તાનાં તમામ ધોરણોનું નિકંદન કાઢી નાંખીને આખી ભારતીય પ્રજાને નષ્ટભ્રષ્ટ કરવાનો દાવ આ લોકશાસનના નેજા નીચે જ કેટલાક દેશી-ગોરાઓ (વિદેશીઓની પ્રેરણાથી સ્તો) રમી રહ્યા છે. આવી બીભત્સ, લોકસત્તાને મારા જેવા માણસો શી રીતે માન્યતા આપે? લોકસત્તાએ સંઘસત્તા ખતમ કરી છે, જો કે હજી તે સંઘસત્તા ઓકસીજન ઉપર જીવી રહી છે એટલે તેને ફરી જીવંત બનાવી દેવાની તકો તો પહેલી જ છે; પરંતુ તે માટે તમામ સંતોએ જાગ્રત થવું પડશે. નહિ તો તેના મોતને રોકી શકાય તેમ નથી. જો લોકસત્તાએ બહુમતવાદ ઉપર સંઘસત્તા ખતમ કરી તો લોકસત્તા દ્વારા શું ખતમ નહિ કરાય? તે સવાલ થઈ પડશે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ બાર પ્રકારની હિંસાઓ શાસ્ત્ર (મતિ) હિંસા (૧૦) પરહિંસા કરતાં સ્વહિંસા ભયંકર છે. તેમાંય ઉત્તરોત્તર સ્વહિંસા વધુ ભયંકર છે. સંપત્તિ હિંસા કરતાં સંઘસત્તાની હિંસા વધુ ભયંકર, કેમકે સંઘસત્તા રહે તો લોકસત્તાની સામે પડીને સંપત્તિઓનું પુનઃનિર્માણ કરી શકાય. સંઘસત્તા કરતાં ય શાસ્ત્રમતિ વધુ મહાન છે. કેમકે સંઘ પોતાની સત્તા ચલાવે છે તે શાસ્ત્રમતિના આધારે ચલાવે છે. સંઘનું પ્રાણતત્ત્વ શાસ્ત્રમતિ છે. શાસ્ત્રમતિથી જ સંઘે કામ કરવાનું છે. જિનશાસનમાં સ્વમતિ કે બહુમતિ તો નથી જ ચાલતી પણ સર્વાનુમતિ ય નથી ચાલતી. અહીં તો શાસ્ત્રમતિ જ ચાલે છે. ભલે પછી તેવી શાસ્ત્રમતિ એક જ ગીતાર્થ સાધુ પાસે હોય અને તેની સામે તમામ લોકો હોય. શાસ્ત્રમતિ પ્રમાણે જ કામ કરવાનો – અરે ! વિચાર પણ કરવાનો –આગ્રહ રાખનાર પુરુષ ખરેખર મહાત્મા ગણાય. એવા કપરા સંયોગમાં તેને વળગી રહેનાર આત્મા ક્યારેક પેલા સાવદ્યાચાર્યની જેમ તીર્થંકર નામકર્મનો બંધ કરે, પણ સબૂર! એમાં ગરબડ કરે, અને લોકહેરીમાં તણાઈને લોકમતિ કે સ્વમતિ પ્રમાણે કામ કરે તો તેનાં તીર્થકર નામકર્મના દળીયા વીખરાઈ પણ જાય. કોઈ આચાર્યના ૫૦૦ શિષ્યોએ શ્રી વાસુપૂજ્ય સ્વામીજી ભગવંતની તીર્થયાત્રા કરવાનો એકમતે વિચાર કર્યો. તે વખતે વરસાદ ખૂબ થયેલ; લીલ વગેરે પણ હતી એટલે તે વિરાધનાને ધ્યાનમાં લઈને ગીતાર્થ ગુરુએ યાત્રાનો નિષેધ કર્યો. પણ અગીતાર્થ શિષ્યોએ હઠ પકડી. તેઓની પાસે સર્વાનુમતિનું બળ હતું એટલે ઉશૃંખલ બનીને બધા એક દિવસ નીકળી ગયા. ગીતાર્થ ગુરુ તેમની પાછળ પડ્યા. શક્ય તેટલાને અટકાવવાની તેમની ઈચ્છા હતી. પરંતુ પેલા ઉશૃંખલ સાધુઓ તો ઘાસ ઉપર પણ દોડવા લાગ્યા. ગુરુ તો ખૂબ સાવધાનીથી નિર્જીવ ભૂમિ ઉપર જ ચાલીને આગળ વધવાના આગ્રહી હતા. આથી તે એક જ બાળસાધુને પકડી લઈને રોકી શક્યા. એ જ વખતે વિકરાળ સિંહ ધસી આવ્યો. બે ય ગુરુ અને બાળસાધુ અંતિમ Page #181 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૮૧ આરાધનામાં લીન બની ગયા. સિંહે તેમને ફાડી ખાધ, તે બને સદ્ગતિમાં ગયા અને બેફામ જીવનારું તે ઉશૃંખલોનું ટોળું દુર્ગતિમાં ગયું. શાસ્ત્રોમાં કહ્યું છે કે જો બહુમતિમાં જ ભગવાન હોય, તેના આધારે જ નિર્ણય કરવાનો હોય તો તો બધા મિથ્યાષ્ટિ માણસોએ પશુ બનવું પડશે. બધા પશુઓ (બે ઈન્દ્રિયાદિએ) વનસ્પતિ બનવું પડશે. કેમકે ઉત્તરોત્તરમાં બહુમતી છે. વળી બહુમતાધારે તો બધા જેનોએ વેદિક બનવું પડશે. વેદિકોએ મુસ્લિમ અને મુસ્લિમોએ બૌદ્ધ, અને બૌદ્ધોએ ઈસાઈ બનવું પડશે; કેમકે ઉત્તરોત્તરની બહુમતી છે. શું આ કદી સ્વીકાર્ય છે! આકાશમાં ચન્દ્ર એક છે, તારા ઘણા છે. વનમાં સિંહ એક છે; ગાડર ઘણાં છે, ટ્રેનમાં ફર્સ્ટક્લાસના પેસેન્જર થોડા છે. શેષ ઘણા છે. ખીસામાં પાંચસોની નોટ થોડી છે. ચિલ્લર ઘણું છે. તેથી શું ઘણાઓ મહાન બની જશે ? ઘણાંમાં કે સર્વમાં જે હોય તે કદી મહાન નથી, મહાન તે છે જે શાસ્ત્રોમાં હોય; શાસ્ત્ર પ્રમાણે હોય. એક વાર લોકસભામાં રાજેન્દ્રબાબુએ કહ્યું હતું કે, “લોકશાસન બહુમતીથી ચાલે છે. પણ જો સર્વાનુમતિથી આ લોકસભા નિર્ણય લે કે દરેક વિધવાએ પુનર્લગ્ન કરવું પડશે.” તોય મારી વિધવા માતા કદી પુનર્લગ્ન નહિ કરે. જોયું ને? આર્યશાસ્ત્રોને પુનર્લગ્ન મજૂર નથી માટે તેની સર્વાનુમતિ પણ ઠુકરાવી જ દેવી પડે. મારો સાધુ વેશ ઉતારી લેવાનો મૂર્ખાઓ બહુમતીથી નિર્ણય લે તેથી શું મારે મારો વેશ પ્રેમથી તેમને ધરી દેવો? સંતતિનિયમન સંબંધમાં કેથોલિક ઈસાઈ ધર્મગુરુ પોપ પોતાના સિત્તેર બીશપો અને કાર્ડીનલોનું વોટીંગ કર્યું હતું. તરફેણમાં ૬૬ હતા; વિરુદ્ધમાં ચાર હતા. છતાં પોપે જાહેર કર્યું કે, “કોઈ પણ કેથોલિકે સંતતિનિયમનના સાધનો વાપરવા નહિ; કેમકે બાઈબલ તેની મનાઈ કરે છે!” જોયું ને! પોપે પણ પોતાના બાઈબલની શાસ્ત્રમહિને જ માન્ય રાખી ! મત એટલે માત્ર અભિપ્રાય. દરેકનો અભિપ્રાય જરૂર લઈ શકાય. પરંતુ વડીલોએ નિર્ણય તો શાસ્ત્રમતિ પ્રમાણે જ લેવાનો હોય. ભલે પછી તેમાં એકમતિ (એક જ માણસની સંમતિ) મળતી હોય; વર્તમાનકાલીન જે લોકશાસન છે; તે રાજશાસન અને સંતશાસનનો ઉચ્છેદ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ બાર પ્રકારની હિંસાઓ કરનાર છે તેણે પોતાનું સ્પ્રીંગબોર્ડ (આધાર-તત્ત્વ) “બહુમતી’ રાખેલ છે. સામાન્યતઃ મૂર્ખાઓ, નિરક્ષરો, ગરીબો, પછાતો, ગુંડાઓ, લુચ્ચાઓ, સ્વાર્થીઓની જ બહુમતી હોય. (Majority consists of fools). “મત'નો અર્થ કેટલો બધો ખોટો કરી દેવામાં આવ્યો છે! મત એટલે “અભિપ્રાય હતો. હવે મત એટલે આંગળી થઈ ગયો. વળી દરેકની આંગળીનું મૂલ્ય સરખું. એક ગુંડો હોય, બીજા ગાંધીજી હોય; બેયના મતનું મૂલ્ય એકસરખું, આ જ આજની મત-પદ્ધતિની ખતરનાક બાબત છે. આથી જ વિનોબાએ ચૂંટણીને ભસ્માસૂર કહ્યો છે તે ખૂબ યથાર્થ છે. બહુમતી પ્રથામાં બાંધછોડ પણ કેટલીક વાર થાય; અને સર્વાનુમતી સધાય. પણ આવી બાંધછોડ ચાલે નહિ. એક કહે બે દુ ચાર; સામો કહે : બે દુ છ : – બે વચ્ચે ઝઘડો થયો. એને શાંત કરવા માટે ત્રીજાએ કહ્યું કે “ચાલો, ઝઘડો બંધ કરો, બેય જણ થોડુંક ખશો ચાલો, બે દુ પાંચ.” પતી ગયું. શું “બે દુ પાંચ બરોબર છે! આવા સમાધાન કરતાં તો “બે દુ ચાર” કાજેનો સંઘર્ષ સારો. બહુમતી પ્રથામાં ગમે તેવા સંગઠનને પણ મહત્ત્વ મળે. આ સંગઠનો ઢંગધડા વિનાનાં, સ્વાર્થધારિત અને સગવડીયાં હોય છે. પણ સબૂર! ગમે તેવાના સંગઠનથી “સાચા' ને ખૂબ શોષાવાનું આવે. દૂધ અને નીમકનું સંગઠન કદી કરાય ખરું? આગ એ પેટ્રોલને ભેગાં કરવાથી તો ભડકો જ થાય. આખા શંભુમેળા કરતાં શાસ્ત્રનીતિના થોડાક પણ માણસોનું સાચું સંગઠન સારું. ખરેખર તો વિશ્વકલ્યાણકર જિનશાસનનું સંચાલન કરતો જૈનસંઘ : તેનું પેટા મહાજન એ જ સાચી સંસ્થાઓ છે કેમકે તે શાસ્ત્રમતિ પ્રમાણે ચાલતી હોય છે. બાકીની સંસ્થાઓ, દળો, મંડળો, જૂથો, સોસાયટી વગેરે જો શાસ્ત્રમતિને બદલે બહુમત આધારિત હોય; તે રીતે તેમાં પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, સભ્ય વગેરેની ચૂંટણી થતી હોય તો આ સંસ્થાઓ પોતાને ભલે “જૈન” કહેવડાવે પણ ખરેખર તો જૈનધર્મની નાશક સંસ્થાઓ ગણાય. જો તે સંસ્થાઓ જેન ધર્મના હિતમાં જ કામ કરવા માંગતી હોય તો તેણે આ ચૂંટણી પદ્ધતિ દૂર રાખવી જોઈએ. અને શાસ્ત્રમતિ પ્રમાણે જ તમામ કામો કરવાં જોઈએ. Page #183 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૮૩ ધર્મ (ક્રિયાત્મક) હિંસા (૧૧) ધર્મના પ્રકાર છે; ક્રિયાત્મક-વ્યવહાર-ધર્મ અને ગુણાત્મક – નિશ્ચયાત્મકધર્મ આ બે ધર્મોની હિંસા તે અનુક્રમે અગીઆરમી ધર્મહિંસા અને બારમી શાસનહિંસા છે. આ બન્ને હિંસા ઉત્તરોત્તર વધુ ભયાવહ છે, વધુ કાતીલ છે. જૈનધર્મની દૃષ્ટિએ જોઈએ તો સામાયિક, પૂજા, પ્રતિક્રમણ, યાત્રા, વગેરે ક્રિયાત્મક ધર્મો છે. આ એવા ક્રિયાત્મક ધર્મો છે કે જે અન્ય કોઈ ધર્મોમાં નથી. દરેક ધર્મ પાસે આવા પોતાના જ ક્રિયાત્મક ધર્મો હોય છે. જે ધર્મો બીજા ધર્મોમાં નથી, તેને આજે સંપ્રદાય કહેવામાં આવે છે. આપણે અહીં જૈનધર્મની દૃષ્ટિએ વિચાર કરીએ. તેના કેટલાક ક્રિયાત્મક ધર્મો ત્યાગમય છે અથવા કષ્ટસ્વરૂપ છે; ત્યાગ અને કષ્ટ વિના ધર્મ નથી તેવું તેનું સામાન્યતઃ માનવું છે. આ બધી ધર્મારાધનાઓ જયણા (ઓછામાં ઓછો દોષ સેવવા તરફનું લક્ષ) અને વિધિ (શાસ્ત્રોક્ત)થી સંપન્ન હોવા જોઈએ. જો તે બે નીકળી જાય તો બેશક લોકોમાં ધર્મક્રિયાઓ પુષ્કળ વધી જાય પરંતુ એવી જયણા વિનાની અને અવિધિઓથી ભરપૂર ધર્મક્રિયા પોતાની તાકાત મહદંશે ગુમાવી બેસે. એ ફુગાવો બનીને પ્રસરી જાય પણ એનો પ્રાણ મોટા ભાગે હણાઈ જાય.જો ધર્મ પોતાની ઊંડાઈ ગુમાવી બેસે તો તેની વધી ગયેલી લંબાઈ-પહોળાઈનું ઝાઝું મૂલ્ય રહે નહિ, તે ધર્મ છીછરો લાગે. આથી જ ધર્મગુરુઓ ધર્મારાધકો પાસે બે વાત કરે છે, ધર્મક્રિયાઓ ખૂબ કરો; પણ તેનું પ્રાણતત્ત્વ જીવંત રાખીને કરો. સામાન્યતઃ જે બાળકક્ષાના જીવો છે તેઓને તો શરૂમાં ક્રિયાત્મક ધર્મો તરફ જ વાળવા પડે. ધર્મના ગહન સ્વરૂપ સુધી પહોંચવા જેટલી એમનામાં બુદ્ધિ નથી. આવા બાળજીવો જ વર્તમાનકાળમાં સવિશેષ છે. એટલે ધર્મોપદેશકોની દેશનામાં ક્રિયાત્મક ધર્મ તરફનો ઢળાવ વિશેષ હોય તે સહજ છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ બાર પ્રકારની હિંસાઓ વળી ક્રિયાત્મક ધર્મ એ આવા જીવો માટે - રોકડા ખણખણતા ચાંદીના રૂપિયા જેવો-નક્કર ધર્મ છે. જીવે ખાવાની લાલસાનો દુષ્ટ ભાવ ત્યાગ્યો કે નહિ તેની શી ખબર પડે? પણ જો તેણે ત્રણ ઉપવાસ કે માસખમણ જેવો ઘોર તપ કર્યું તો નક્કી જ થઈ ગયું કે તેણે તે લાલસા ઉપર કાબૂ મેળવી લીધો છે. જીવે અંતરમાં સમભાવ સાધ્યો કે નહિ? તેની શી ખબર પડે? જો તે રોજ એક સામાયિક કરવાનો કટ્ટર આગ્રહી બન્યો હોય તો નક્કી જ થઈ ગયું કે તેને સમભાવ ખૂબ ગમવા લાગ્યો છે. જૈનધર્મની ક્રિયાઓ મન વિના –પરાણે-પોતાની જાતને મારી નાખીને કરી શકાતી નથી. એ એટલી કઠોર ક્રિયાઓ છે કે તેમાં મનની સાથે સમજૂતી અત્યાવશ્યક છે. બધા જ ધર્મો મોટી લાલચથી પણ કરી શકાતા નથી. શત્રુંજય તીર્થની ચોવિહાર છઠ કરીને સાત જાત્રાઓ કરવી એ શું કોઈ ખાવાના ખેલ છે? મુનિ-જીવન સ્વીકારીને દર વર્ષે બે વાર લોચ કરાવવો; હજારો કિલોમીટરનો પ્રવાસ ચાલીને જ કરવો એ શું દસ-વીસ હજારની લાલચથી પણ શક્ય છે? એટલે જ આ કષ્ટમય અને ત્યાગમય ધર્મારાધનાઓ જૈન ધર્મના વિકાસનો નક્કર માપદંડ છે. જેટલો આ ધર્મ વ્યાપે (અને ઊંડાઈ પામે) તેટલો જૈન-ધર્મનો વિકાસ કલ્પી શકાય, બેશક; આમાં જો જયણા અને વિધિની ગૌણતા થઈ જાય; સમજણની મોટી ખામી હોય તો તેવા ક્રિયાત્મક ધર્મોની બહુ પ્રશંસા કરવા જેવી નહિ; પરંતુ વર્તમાનકાળમાં પશ્ચિમના ઝેરી પવનોએ જે રીતે સર્વધર્મનાશની હોનારત સર્જી છે તે જોતાં તો એમ કહી શકાય કે હાલ તો જેવો તેવો પણ ક્રિયાત્મક ધર્મ જોશમાં ચાલુ જ રાખવો. નહિ તો, ધર્મગુરુઓની ટીકાની ઝડીઓથી પણ બાળજીવો એમના જેવાતેવા ધર્મનો ત્યાગ કરી દેશે. જ્યાં સુધી જીવોમાં વાસ્તવિક ધર્મનું આધાન થઈ શકે નહિ- ત્યાં સુધી ધર્મનું બાહ્ય કલેવર પણ ઊભું રાખવું. એક દિવસ કોઈ મહાપુરુષ અવતરશે, જે તેમાં પ્રાણ પૂરી દેશે. ક્રિયાત્મક ધર્મો શાસ્ત્રોથી જેટલા શીખાય છે તેના કરતાં એકબીજાની દેખાદેખીથી વધુ જલદી શિખાય છે. આથી જ આ ધર્મનો વ્યાપ પણ ખૂબ જરૂરી છે. તેમાં ઊંડાઈ ન આવી હોય તો પણ વર્તમાન દેશ-કાળમાં તેનો પણ પ્રચાર આવશ્યક છે. પશ્ચિમની ઝેરી જીવનશૈલીએ તીવ્ર ભોગરસ પેદા કર્યો છે તે આ ધર્મોનો નાશ Page #185 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૮૫ કરનાર ઝેર પાયેલા છરાની ગરજ સારે છે. ભોગરસ વધે તેનો મોક્ષરસ અને ત્યાગરસ અવશ્ય ઘટે. ભોગરસી માણસ હોટલને, સિનેમાને, કુલબોને કે ટી.વી. વગેરેને પસંદ કરે. તેને દેરાસર, ઉપાશ્રય, સાધુ ભગવંતો પંસદ ન જ પડે. વળી તેને ખાવું, પીવું, ભટકવું, ભોગવવું વગેરે જ અધર્મની ક્રિયાઓ ગમે પણ તેને સામાયિક, પૂજા, પ્રતિક્રમણાદિ ક્રિયાઓ નહિ જ ગમે. ભોગને જ પોતાનું જીવન માનતો માણસ પરમાત્મામાં અને પરલોકમાં કદી માનશે નહિ, જો તે પરમાત્મા પ્રત્યે પ્રીતિ ધરાવતો હોત તો પરમાત્માએ જેની ના કહી છે તે કંદમૂળ-રાત્રિભોજનાદિ કરત નહિ; અથવા જો તે પરલોકની નારક વગેરે દુર્ગતિઓની ભીતિ ધરાવતો હોત તો ય તે ત્યાં લઈ જનાર કંદમૂળ-રાત્રિભોજનાદિનું સેવન તે કરત નહિ, પણ જે ભોગરસી છે તેને તો પ્રીતિ-ભીતિમાંથી એકે ય નથી. આથી જ તે કંદમૂળ-રાત્રિભોજનાદિનું નિઃશંકપણે, ભારે મજાથી સેવન કરશે જ. એટલું જ નહિ; પણ તેને ત્યાગની વાતો કરતો ધર્મ અને ધાર્મિકજનો કદી ગમશે નહિ. કોઈ પણ તક ઝડપી લઈને તે ધર્મને ધિક્કારવા લાગશે. એવા માણસની બાએ અઠ્ઠાઈનું તપ કરવાનો ધર્મ કર્યો હશે પણ કમનસીબે બા જો તેમાં ક્રોધ કરી બેસશે તો પેલો ભોગરસી માણસ તરત બોલશે, “તમારા કરતાં અમે હોટલમાં જનારા સારા છીએ. તમારામાં કેટલો ક્રોધ છે. ક્રોધ આવતો હોય તો ધર્મ ન કરવો સારો.” માખીને ઉડાવવા બેઠેલા નોકરે રાજાને જ ઉડાવી દેવા જેવી આ ચાલ છે. અત્યારે તો ધાર્મિકજનોનો જરાક કોઈ દોષ દેખાય એટલે તરત ધર્મ ઉપર તૂટી પડવાની, ભોગરસી બુદ્ધિજીવી વર્ગમાં ફેશન પડી છે. ચાર માણસો ભેગા થશે તો તેઓ ધર્મની વગોવણી કરીને જ રહેશે. આવા ભાગરસના તીવ્રકાળમાં જેવા તેવા પણ ક્રિયાત્મક ધર્મોની હેયતા બતાડવા જેવી નથી. ધર્મ હંમેશ બાહ્યાચારો ઉપર જ ટકે છે; પ્રસરે છે. ક્રિયાત્મક ધર્મ કરતો માણસ જ સદ્ગુરુ પાસે ઉપાશ્રયે આવશે. તેમ થશે તો તે મહાપુરુષનો સત્સંગ પામશે. એ સત્સંગથી તેને પોતાના ધર્મમાં રહેલી અવિધિ આદિ ક્ષતિઓની સમજ પડશે. એ સમજણથી તેનો ધર્મ એકદમ વ્યવસ્થિત-નેત્રદીપક બની જશે. પણ જેઓ ક્રિયાત્મક ધર્મ પણ કરતા નથી તેઓ તો આ ક્રમને પામી શકવાના જ નથી. પણ તેથી તેઓ સારા છે એમ તો કદી કહી શકાય નહિ. જે કપડાં પહેરશે તેને તેમાં જૂ પણ ક્યારેક પડશે. પણ તેથી નાગા રહેનારાને કદી જૂ પડતી નથી. માટે તે “સારો' થોડો કહી શકાય? Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ બાર પ્રકારની હિંસાઓ કાશ! ભોગરસના ઝેર પાયેલા કાતીલ છરાએ આ ધર્મની ભારે મોટી કતલ કરી છે. જેનો કહેવાતા લાખો લોકો ધર્મવિમુખ બન્યા છે. હોટલો, કલબો, સિનેમાઓ,બ્લ્યુ ફિમ્સ, વગેરે તરફ ઝપાટાબંધ વળી ગયા છે. પૂર્વે તો ભોગમાં ય ત્યાગાદિનો ધર્મ જોવા મળતો હતો. આજે પણ જે કટ્ટર-ધર્મી વર્ગ છે તે તો લગ્નના દિવસે આયંબિલ કરે છે; પહેલી રાત પૂર્ણ બ્રહ્મચર્યથી પસાર કરે છે. કેટલાક પહેલો માસ કે પહેલું વર્ષ પૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. એમને હનીમૂન-સ્થળ શોધવાનો સવાલ જ આવતો નથી. આવા કટ્ટરોથી જ આજે પણ ધર્મ ટકી રહ્યો છે. તીવ્ર ભોગરસના જ આ બીભત્સ અને જુગુપ્સનીય સંતાન છે; જેમનાં નામો છે; ભ્રષ્ટાચાર, અનાચાર, માંસાહાર અને વ્યભિચાર. અનાથાશ્રમો, ઘોડીયાઘરો, ઘરડાઘરો, હોસ્પિટલો, કી-ક્લબો, સિનેમાઘરો, બિનધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ વગેરે પણ ભોગરસની તીવ્રતાની ચાડી ખાતા દેશના કુરૂપો છે. ભોગરસની તીવ્રતાએ પ્રજાના સાચા સુખ, શાંતિ, આબાદીનું કેવું નિકંદન કાઢી નાખ્યું છે એ જોવું હોય તો જાપાન અને અમેરિકા તરફ નજર કરો. વિશ્વનો અતિ સમૃદ્ધ બનતો જતો જાપાન-દેશ અત્યારે વધુમાં વધુ હારાકીરી (આપઘાત)નો દેશ બન્યો છે. અમેરિકાની નવી પેઢીમાંથી અડધી નવી પેઢી પાગલપણાનો ભોગ બની છે. બેય ઠેકાણે ભોગના અતિરેકે ક્રમશઃ વડીલો તરફ તિરસ્કાર પેદા થતાં એમને આપઘાત કરવા પ્રેર્યા છે અને યુવાનો-યુવતીઓને “પાગલ' જેવી સ્થિતિમાં મૂકી દીધા છે. તેમણે દિશા ગુમાવી દીધી છે. ભોગાતિરેકથી કથળી ગયેલી શારીરિક અને માનસિક સ્થિતિને લીધે તેઓ માનસિક સમતુલા ગુમાવી બેઠા છે. હવે સમજાય છે કે ભારત દેશ વધુપડતો સમૃદ્ધિથી છલકાતો દેશ બન્યો નથી તેના કેટલા બધા મીઠાં ફળો તેની પ્રજા આરોગી રહી છે! ફરી કહું છું કે, ભોગરસની તીવ્રતાથી ત્યાગમય અને કષ્ટમય જૈનધર્મના બાહ્ય ક્રિયાકાંડ સ્વરૂપ દેહને ગાળો દેનારા કે તેની કડવી સમાલોચના કરનારા લોકોથી ભરમાશો નહિ, તેમનાથી દોરવાશો પણ નહિ. જેવો તેવો પણ ક્રિયાત્મક ધર્મ અને તેના સ્થાનોને ટકાવી રાખજો. અશુભ ક્રિયાઓ કૂદકે ને ભૂસકે વધી રહી હોય; તેના સ્થાનો પણ રોજ સવાર પડે અને ૫૦-૧૦૦ ઊભા થતા હોય તો તેમની સામે ધર્મરક્ષા માટે શુભ-ક્રિયાઓ અને તેના સ્થાનોનો મારો ચાલુ જ રાખવો જોઈએ : વધારવો જોઈએ. હા. તેમાં જે કાંઈ મરામતાદિની જરૂર હશે તે આપણે અંદરમેળે સમજી લઈશું. પણ પેલા હિંસકોની વાતમાં તો આપણે કદી ફસાઈ જવું Page #187 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૮૭ નહિ. ક્રિયાત્મક બાહ્ય ધર્મથી જ ધર્મનું શાસન ૨૧ હજાર વર્ષ સુધી ચાલવાનું છે, આપણે તેની અવગણના તો ન જ કરવી જોઈએ પણ તેનો મહિમા વધારવો જોઈએ, અન્યથા ફેલાઈ ગયેલા ભોગરસના ઝેરી પવનમાં આપણે ઝડપાઈ જઈશું. આપણો નાશ તો ભલે થાય; એની ચિંતા નથી પરંતુ ધર્મનો નાશ થઈ જશે આ ધર્મહિંસા થશે તો પ્રાણી દયા વગેરે દયાઓનું પાલન અસંભવિત બની જશે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ બાર પ્રકારની હિંસાઓ શાસન (સ્વરૂપ) હિંસા (૧૨) શાસન એટલે જિનશાસન. જિનશાસન એટલે તારક તીર્થંકરદેવોએ સ્થાપેલી (પ્રકાશેલી) વિશ્વમાત્રના સર્વ જીવોનું હિત આરાધવામાં સમર્થ સંસ્થા. આ સંસ્થા કોની ઉપર પોતાનું શાસન ચલાવે છે? ઉત્તર-પોતાની જાત ઉપર. –પોતાના-સ્વરૂપ ઉપર. - જિનનું જ સ્વરૂપ છે એ જ આપણા આત્માનું સ્વરૂપ છે. બે ય અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખથી સંપન્ન છે. અનંતગુણી છે. એટલે જિનશાસન = સ્વરૂપશાસન થયું. જિનના શાસન દ્વારા; સ્વરૂપ ઉપર શાસન કરાય છે, તેથી સ્વરૂપ પ્રગટ થાય છે. સ્વરૂપ ઘણી બધી રીતે બગડેલું છે. તેમાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ, અવિરતિ વગેરે કેટલાય તત્ત્વો પેસી ગયા છે, તેમને ખતમ કરવા–તેમને ખૂબ ઘટાડી નાખવા તે જ સ્વરૂપ ઉપરનું આપણું શાસન. અનંતકાળથી જીવનું જે સંસારભ્રમણ ચાલે છે તેમાં મુખ્ય કારણે તેની રાગ-દ્વેષાદિની અશુભ પરિણતિઓ છે. તેમને કાં ખતમ કરવી જોઈએ; કાં સાવ ઘટાડી નાખવી જોઈએ. જો હજુ પણ રાગ, દ્વેષ કરાય તો તે પરિણતિઓ વધુ મજબૂત થાય, તેથી ભવભ્રમણ વધે. જીવમાત્રની હિંસાનું મૂળ કારણ આપણી વીતરાગ-સ્વરૂપ અવસ્થાની સતત કરાતી હિંસા છે. ક્રોધથી ક્ષમાની; ધિક્કારથી વાત્સલ્યની, કામથી શીલની, ઈર્ષાથી ગુણનુરાગની, નિષ્ફરતાથી કરુણાની, સ્વાર્થતાથી પરાર્થરસિકતાની આપણે પળે પળે કતલ કરી નાખવા દ્વારા આત્માના વીતરાગ સ્વરૂપની કતલ કરીએ છીએ. પછી તે રાગી, દ્વેષી, ક્રોધી બનેલો આત્મા પોતાના લાખ્ખો ભવો, દરેક વખતે વધારીને ભવભ્રમણ કરે છે. એ વિરાટ ભવભ્રમણમાં તે જીવ બીજા અગણિત-અનંત-જીવોનો કચ્ચરઘાણ બોલાવે છે. જો તે પોતાના વીતરાગસ્વરૂપને જિનશાસન દ્વારા પ્રગટ કરીને મુક્તિના પરમધામે પહોંચી જાય તો અનંત જીવોની કતલ બંધ થઈ જાય. આ વાત ઉત્તરાધ્યયન સૂત્રમાં કહી છે કે, એક સેનાપતિ દસ લાખ માણસોના Page #189 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૮૯ શત્રુસૈન્ય ઉપર વિજય મેળવે, તેના કરતાં એક આત્મા; ક્ષમા વગેરે દ્વારા પોતાના ક્રોધ વગેરે એક દોષ ઉપર જે વિજય મેળવે તો વિજય ઘણો મહાનું છે; કેમકે ક્રોધ દ્વારા સંભવિત એક કરોડ ભવોમાં થનારી પોતાના જીવની એક કરોડ વારની હિંસામાંથી; અને તે એક કરોડ ભવમાં બીજા અનન્તા જીવોની-પોતાના દ્વારા થનારી હિંસાથી તેણે નિવૃત્તિ મેળવી છે. દેવાધિદેવ પરમાત્મા મહાવીરદેવે કહ્યું છે કે, “હે માનવ! તું બહારની કોઈ માથાકૂટમાં ન પડ. તું તારો આંતરસંગ્રામ ખેલી નાંખ. તારા આંતરદોષોને તું ખતમ કરી નાખ કેમ કે એ દોષો તને ખતમ કરી રહ્યા છે. રાગાદિ દોષોની અશુભ પરિણતિઓ એ સ્વરૂપ (જિન) શાસનને ખતમ કરતી ભયંકર છરી છે. રાગાદિ દોષોની પરિણતિનો નાશ કે તેમાં ભારે મંદતા એ જ સ્વરૂપ-શાસન છે. એનું જ નામ; જિનશાસન છે. સામાયિક, પૂજા, પ્રતિક્રમણ વગેરે તમામ બાહ્ય ધર્મોથી પણ શ્રેષ્ઠ આ જિનશાસનને કહ્યું છે. પ્રધાન સર્વ ધર્માણાં, જેન જયતિ શાસનમ્) કેમકે રાગાદિ દોષોની મંદતા વિનાના સામાયિક વગેરે ધર્મો કદી મોક્ષ આપી શકતા નથી. કાં રાગાદિ દોષો માંદા પડે અથવા છેવટે તેમનાથી મુક્તિ પામવાનું લક્ષ હોય; તેનો જ પક્ષ હોય તો ય સામાયિક વગેરે ધર્મક્રિયાઓથી મોક્ષ મળી શકે પણ આ મોક્ષલક્ષ અને ગુણ-પક્ષ પણ ન હોય; તે – પામવાની ઈચ્છા પણ ન હોય તો તો સામાયિકાદિ ધર્મક્રિયાઓ મોક્ષ પમાડવાની બાબતમાં ધરાર નિષ્ફળ બની જાય. હા. પછી તેમના દ્વારા સ્વર્ગાદિ જરૂર મળે; પરંતુ તેમને પામવા માટે સાચો જૈન કદી સામાયિકાદિ કરે નહિ. સ્વર્ગદિ તો નારક જેટલા જ ભૂંડા છે. એક લોઢાની બેડી છે તો બીજી સોનાની પણ બેડી તો છે જ. ભગવાન જિનેશ્વરદેવોએ દ્રવ્યહિંસા અને ભાવહિંસા એમ બે પ્રકારની હિંસા જણાવી છે. દ્રવ્યહિંસા મુખ્યત્વે અન્ય જીવોની હિંસા આવે. જ્યારે ભાવહિંસામાં પોતાની શુભ અને શુદ્ધ પરિણતિની હિંસા આવે. કોઈ પણ દ્રવ્યહિંસા (કદાચ) ન કરતો પણ સાધુ ક્રોધાદિ કરવા દ્વારા પોતાના સ્વરૂપની ભાવહિંસા જરૂર કરી શકે છે. આ ભાવહિંસા જ સહુથી ભયંકર કોટિની હિંસા છે. રાગાદિ અશુભ પરિણતિઓના છરા દ્વારા આ ભાવહિંસા થાય છે. આ હિંસક જીવ પોતાને તો મારે જ છે; કરોડોવાર; પરંતુ અન્ય અનંત જીવોને પણ સતત મારતો રહે છે. જો આ ભાવહિંસા બંધ કરી દેવાય તો આખું વિશ્વ એ ભાવદયાળુ આત્માઓના પુણ્યપ્રભાવે સાચા સુખ, શાંતિ અને આબાદીના માર્ગે વળવા લાગે. આ હલાહલ કલિકાલ ચાલે છે માટે બે-પાંચ કે પચાસ ભાવદયાળુ આત્માઓથી Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૯0 બાર પ્રકારની હિંસાઓ પ્રશ્ન હલ થઈ શકે તેમ નથી પણ એમ લાગે છે કે જો પૂરા એક હજાર આત્માઓ પોતાની ભાવહિંસા બિલકુલ ન કરે, પૂરા ભાવદયાળુ બની જાય તો કદાચ વિશ્વના તમામ કતલખાનાંઓ બંધ થઈ જાય. તમામ માંધાતા રાજકર્તાઓની બુદ્ધિમાં ભારે મોટો સુધારો પેદા થઈને આ સિદ્ધિ હાંસલ થાય. એટલે જ ખરેખર તો એક જ કામ હવે કરવા જેવું લાગે છે. બારમા નંબરની સ્વરૂપહિંસાને યથાશક્ય વધુમાં વધુ આત્માઓ સદંતર બંધ કરે. ખાવાની લાલસા, ધનની મૂચ્છ, કુટુંબનો મોહ, જાતીય વાસનાઓ વગેરે સ્વરૂપ તમામ તલવારોને જો વધુમાં વધુ સંખ્યાના આત્માઓ મ્યાન કરવા લાગે તો તેમના પ્રભાવે આ જગતમાંથી યુદ્ધોની બિભીષિકાઓથી માંડીને મસમોટા સંહારક વિશ્વયુદ્ધોનું આગમન પણ સ્થગિત થઈ જાય. ઘણા બધા જીવદયાપ્રેમીઓને મારે એ વાત હવે કરવી છે કે તમે કતલખાનાના ઢોરોને - કે પશુમાત્રને બચાવવાની વાત કરો છો તે સારી વાત છે પરંતુ આ દ્રવ્યદયાની સાથે વિશેષ સ્વરૂપે તમે ઉપર્યુક્ત ભાવદયામાં જોડાઓ. તમારી જાતથી તેનો આરંભ કરો. યથાશક્ય ઘણા બધા જીવોને આ ભાવદયાની સર્વોચ્ચતા સમજાવીને તેમાં જોડો. જો આ બાબતમાં કશું નહિ થાય તો કરોડો જીવોની દ્રવ્યદયાથી ઝાઝું વળશે નહિ; વળી તે દ્રવ્યહિંસા ક્યારે પણ બંધ થશે નહિ. આ ભાવદયાનું પાલન મુખ્યત્વે સંસારત્યાગી શ્રમણો- સંતો જ કરી શકશે. તેઓ જ ક્રોધાદિની તમામ તલવારોને મ્યાન કરવાની સાધનાને આરાધી શકશે. ભલે તેમ હોય તો વાંધો નથી, તેવા સંતો મોટી સંખ્યામાં ભાવદયાના યજ્ઞમાં બેસે. તેમના પુણ્યપ્રભાવે આખું જગત દ્રવ્યદયાને તો કમ સે કમ સાધી લે. વિનોબાજીએ સૂત્ર આપ્યું છે, “ગાય બચેગી, દેશ બચેગા.” મને એવું સૂત્ર આપવાનું દિલ થાય છે, “સંત બચેગા સબ બચેગા.” જો સંતપુરુષ આંખની પાંપણમાં ય વિકારનું સ્પંદન કરશે તો તો તેણે કરેલી ભાવહિંસાથી ધરતીમાં કંપન પેદા થઈ જશે. આખી ધરતી ધ્રૂજી ઊઠીને લાખો માણસોના પ્રાણ લઈ લેશે. જો સંતપુરુષ સર્વદા નિર્વિકાર - મૂર્તિ બની રહેશે તો તેના પ્રભાવે જ્યાં દુષ્કાળ હશે ત્યાં તે સાવ મટી જશે. ચાલો ત્યારે, આખા પુસ્તકનો આ અંતિમ નિચોડ આવી ગયો. આપણે તેને જ પામીને અને પચાવીને સમગ્ર ધરતી ઉપરથી દ્રવ્ય અને ભાવ-ઊભયહિંસાનો ઉચ્છેદ કરવાની સાચી દિશામાં પહેલું ડગ તો જરૂર મૂકીએ. Page #191 -------------------------------------------------------------------------- ________________ બાર પ્રકારની હિંસાઓ ૧૯૧ તમારાં વહાલાં બાળકોને છેવટે ત્રણ વર્ષ માટે તો તપોવનમાં મૂકો ચારે બાજુ વિકૃતિના વાયરા વીંઝાઈ રહ્યા છે. ખૂબ જ નાની દસથી ચૌદ વર્ષની - વયથી જ બાળકોમાં ખરાબ સંસ્કારો પડવા લાગ્યા છે. “ગંદું કહેવાય તે બધું તેમના જીવનમાં પેસવા લાગ્યું છે. સમાજ તરફ સૂક્ષ્મ નજર કરતાં આ અતિ કડવું દર્શન કોઈ પણ સંસ્કૃતિપ્રેમીને થશે અને તે તીખી ચીસ પાડી દેશે. સંસારરસી જીવોની વહાલામાં વહાલી ચીજ તેમનાં સંતાનો ગણાય. જો તેમનું જ જીવન-ગુલાબ ખીલ્યું ન ખીલ્યું ત્યાં જ કરમાવા લાગે; તેમાં દોષોના કીડા પડવા લાગે અને એકાએક કરમાઈ જાય તો એ માબાપોએ ક્યાં જવું? ક્યાં રોવું? શું આપઘાત કરી નાખવો? પોતાના ઘરમાં કે ગમે તેવા બૉર્ડિંગ વગેરેમાં રાખીને બાળકોને શિક્ષણ આપી શકાશે પરંતુ સંસ્કારો તો નહિ જ આપી શકાય. ઘરમાં માબાપો જ ટી.વી. વગેરેથી સમયની બરબાદી કરતાં ચક્કરોમાં જો ફસાયાં હોય અને બોર્ડિંગોના સંચાલકોને જ બાળ-સંસ્કરણ માટેની કોઈ ગંભીરતા ન હોય તો ત્યાં સંસ્કાર શી રીતે મળશે? તપોવનમાં ધાર્મિક અને વ્યવહારુ - બન્ને પ્રકારનું શિક્ષણ છે; એ શિક્ષણ પણ ઊંચી ગુણવત્તાવાળું છે; પરંતુ તેની સાથોસાથ અહીં બાળકોના જીવનબાગમાં સુસંસ્કારોના છોડોનું વાવેતર કરવાનું કાર્ય જ મુખ્યપણે નજરમાં રખાય છે. મોક્ષલક્ષ અને સદાચારપક્ષ એ તપોવનનું મુખ્ય તત્ત્વ છે. પ્રત્યેક બાળકને શારીરિક, શૈક્ષણિક, સામાજિક વગેરે રીતે સુવ્યવસ્થિત કરવાની સાથે તેને માનસિક અને આધ્યાત્મિક રીતે અત્યંત સુંદર બનાવવાનું સૌથી પ્રધાન લક્ષ છે. તે વડીલોનો અને દેવગુરુનો ભક્ત બને; સહુનો મિત્ર બને, જાતનો પવિત્ર બને... અને એ બધું બનીને એ શૂરવીર બને; જેથી રાષ્ટ્રરક્ષા, સંસ્કૃતિ રક્ષા અને ધર્મરક્ષાનો એ સબળ યોદ્ધો બને એ જ આ તપોવનનું એકમાત્ર લક્ષ છે. એનામાં ધાર્મિકતા, માનવતા અને રાષ્ટ્રીયતા (રાષ્ટ્રદાઝ) જો લાવી ન શકાય તો તપોવનને નીચું જોવાનું થાય એવું તેના તમામ કાર્યકર-ગણનું મંતવ્ય છે. જો આ બધી વિચારણામાં અને એના આધારે ગોઠવાયેલા તપોવનના Page #192 -------------------------------------------------------------------------- ________________ 192 બાર પ્રકારની હિંસાઓ માળખામાં માબાપોને રસ પડતો હોય તો તેમનાં બાળકોને વિકૃતિઓના ઝંઝાવાતમાંથી ઉગારી લેવા માટે તપોવનમાં કમસેકમ ત્રણ વર્ષ માટે તો મૂકવાં જ જોઈ. બાળક તો નાદાન છે. એના ભાવિના ભવ્ય ઘડતરના આ કામમાં અને ક્યાંક અગવડતા પડે, એની ઘરેલું સ્વચ્છંદતાને અહીં પોષણ ન મળે તેથી તે તપોવનમાં દાખલ થવામાં અરુચિ બતાડે તો કઠણ કાળજાના બનીને પણ માબાપોએ બાળકોના સમગ્ર જીવનના હિતમાં તેને ત્રણ વર્ષનું સંસ્કરણ તપોવનમાં અપાવવાનો નિર્ણય કરવો જ જોઈએ. યાદ રાખો : લાડમાં કે લાગણીમાં માબાપો તણાશે તો બાળકોના જીવનને આરંભમાં જ એવું મોટું નુકસાન થઈ જશે જે જીવનભરમાં ભરપાઈ થશે નહિ : જેનાથી આખું કુટુંબ ત્રાહિમામ્ પોકારી જશે. ના... હવે શા માટે ક્રિશ્ચિયાનિટીનો જ પ્રચાર કરવાની નેમવાળી કોન્વેન્ટસ્કૂલમાં આપણાં બાળકો જાય? હવે તો માત્ર તપોવન એ જ આપણાં સંતાનોનો તરણોપાય.