Book Title: Atmasiddhi shastra Pravachan
Author(s): Shrimad Rajchandra, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008216/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુષ્પ-૨૬ श्री सद्गुरुदेवाय नमः અધ્યાત્મયોગી સન્દુરુષ શ્રી કાનજીસ્વામીનાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો - : પ્રકાશક : શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ ( સૌરાષ્ટ્ર) - Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Thanks & Our Request This shastra has been kindly donated by Shantilal Ratilal Shah PARIVAR, Mumbai, India who have paid for it to be "electronised" and made available on the internet. Our request to you: 1) We have taken great care to ensure this electronic version of Atmasiddhi Shastra Par Pravachano is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate. 2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates Version History Date Changes Version Number 0015 September 2004 First electronic version. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ આવૃત્તિ પ્રત: ૧OOO વિ. સં. ૧૯૯૯ બીજી આવૃત્તિ પ્રત: ૧000 વિ. સં. ૨000 ત્રીજી આવૃત્તિ પ્રત: ૧000 વિ. સં. ૨૦૦૪ ચોથી આવૃત્તિ પ્રત: ૧૧00 વિ. સં. ૨૦૨૨ પાંચમી આવૃત્તિ પ્રત: ૧૫૦૦ વિ. સં. ૨૦૧૪ છઠ્ઠી આવૃત્તિ પ્રતઃ ૧૧૦૦ વિ. સં. ૨૦૨૮ સાતમી આવૃત્તિ પ્રતઃ ૨૧00 વિ. સં. ૨૦૩૫ : મુદ્રક : મગનલાલ જૈન અજિત મુદ્રણાલય સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates -: પ્રસ્તાવના : આત્મસિદ્ધિ શાસ્ત્ર” ના કર્તા શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ વિ. સં. ૧૯૨૪ ના કાર્તિક સુદ પૂર્ણિમાના શુભ દિવસે સૌરાષ્ટ્રમાં વવાણિયા બંદરમાં મહેતા રાવજીભાઈ પંચાણને ત્યાં થયો હતો. તેઓશ્રી વીતરાગના મહાન ઉપાસક અને આત્મજ્ઞાની હતા. બાલ્યાવસ્થામાં જ તેમને જાતિસ્મરણશાન થયું હતું, નિવૃત્તિ માટે તેમની તીવ્ર ઝંખના હતી. ૩૩ વર્ષના અલ્પ આયુકાળમાં પણ તેમણે ગુજરાત-કાઠિયાવાડમાં અધ્યાત્મનો પ્રચાર કર્યો હતો. તેમનાં વૈરાગ્ય નીતરતાં, તત્ત્વજ્ઞાનમય લખાણો દ્વારા હજુ પણ તેમનો મહા ઉપકાર મુમુક્ષુઓ પર વર્તી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીનાં જ્ઞાન અને વૈરાગ્યદશા સંબંધે આ પ્રવચનોમાં ઘણું કહેવામાં આવ્યું છે તેથી આ સ્થળે વિશેષ જણાવવા જરૂર નથી. તે પરમ પૂજ્ય, મહા ઉપકારી, અતિ અલ્પસંસારી, આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિ. સં. ૧૯૫ર ના આસો વદી એકમના રોજ રચ્યું હતું. તેમાં આત્માની સિદ્ધિનો માર્ગ તેઓશ્રીએ દર્શાવ્યો છે. “આત્મા છે, તે નિત્ય છે, તે કર્તા છે, તે ભોક્તા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે-આ છ પદની જો જીવ જ્ઞાની પુરુષના અભિપ્રાયે શ્રદ્ધા કરે અર્થાત્ જ્ઞાની પુરુષ જેને “યથાર્થ શ્રદ્ધા” તરીકે સ્વીકારે એવી સર્વ તરફથી અવિરુદ્ધ શ્રદ્ધા કરે તો સમ્યગ્દર્શનને પામી-પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્નતા અનુભવી, ઇષ્ટ-અનિષ્ટ વૃત્તિઓથી વિરમી, સર્વ દુઃખથી મુક્ત થાય.” આ, આત્મસિદ્ધિ શાસ્ત્રનું તાત્પર્ય છે. પૂર્વોક્ત છ પદ શ્રીમદે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એવા સચોટ ન્યાયથી ને સરળ ભાષામાં સમજાવ્યાં છે કે સામાન્ય બુદ્ધિના મુમુક્ષુને પણ તે પદોની સ્થળ સમજણ તો સહેલાઈથી થઈ જાય. તેમણે છ પદો ઉપરાંત, તે પદોની શ્રદ્ધા કેવા જીવને ન થાય, કેવા જીવને થાય, તે શ્રદ્ધા થવામાં સદગુરુનો સંગ ને આશ્રય કેવા અનન્ય ઉપકારી છે, તે સદ્દગુરુ કેવા લક્ષણે ઓળખાય-વગેરે મુખ્ય પ્રયોજનભૂત બાબતો અદ્ભુત સંકલનાથી અને સ્પષ્ટતાથી સમજાવી છે. માત્ર ૧૪૨ દોહરામાં શાસ્ત્રકર્તાએ આખો મોક્ષમાર્ગ સમાવી દીધો છે. ખરેખર શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્ર રચી મુમુક્ષુઓ પર મહા ઉપકાર કર્યો છે. * આ આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના અંતેવાસી (સાયલાનિવાસી) ભાઈશ્રી સોભાગભાઈની માગણીથી તેમનાં અને પરિણામે સર્વ મુમુક્ષુઓના સહ્નોધાવતાર અર્થે નડિયાદ મુકામે લખ્યું હતું. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મસિદ્ધિશાસ્ત્રની ભાષા સરળ હોવા છતાં તેના ભાવો ઘણા ગંભીર છે. તેથી જો કોઈ જ્ઞાનીપુરુષ દ્વારા તેના વિસ્તૃત અર્થો થાય તો તેના સૂક્ષ્મ ભાવો પ્રગટ થઈ મુમુક્ષુને વિશેષ વિશેષ લાભરૂપ નીવડે. મુમુક્ષુઓના પુણ્યોદયે આવો યોગ વિ. સં. ૧૯૯૫ માં બન્યો. તે વર્ષના ચાતુર્માસમાં, વીતરાગદેવના પરમ ભક્ત, વીતરાગ દર્શનના રહસ્યશ, સ્વરૂપાનુભવી, સંસારનો અંત જેમને અતિ નિકટવર્તે છે, અપૂર્વ જેમનો વાચનયોગ છે, આશ્ચર્યકારક જેમનો પ્રભાવના ઉદય છે, અનેક વર્ષોથી અધ્યાત્મનો ધોધ વહેવડાવી કાઠિયાવાડમાં ભવછેદક જ્ઞાનનો જેઓ પ્રચૂર પ્રચાર કરી રહ્યા છે, તે પરમપૂજ્ય પરમ ઉપકારી, બાળબ્રહ્મચારી, અધ્યાત્મજ્ઞાની શ્રી કાનજીસ્વામીની રાજકોટમાં સ્થિતિ હતી. ત્યાં તેઓશ્રીને કેટલાક ભાઈઓ તરફથી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચન કરવાની વિનંતી થતાં તેઓશ્રીએ કૃપા કરીને તે વિનંતી સ્વીકારી. એ રીતે આત્મસિદ્ધિશાસ્ત્ર પર અપૂર્વ પ્રવચનોનો આરંભ થયો. સદ્ગુરુદેવના શ્રીમુખેથી દરરોજ સવારે એક કલાક તે અમૃતપ્રવાહ વહેતો. આત્મસિદ્ધિની કડીએ કડીનાં પડેપડ ખોલી ખોલીને તેમાં રહેલા સૂક્ષ્મ ગંભીર આશયોને સદ્ગુરુદેવ અલૌકિક રીતે વ્યક્ત કરતા. દરેક વિષયને અનેક પડખેથી છણીને, અનેક દાંતો અને અનુભવગર્ભિત ન્યાયો આપીને તેનો પરમાર્થ અત્યંત અત્યંત સ્કુટ કરતા. જીવને કેવા ભાવ રહે ત્યારે આત્માનું અસ્તિત્વ માન્યું કહેવાય, કેવા ભાવ રહે ત્યારે આત્માનું નિત્યત્વ, કર્તૃત્વ, ભોસ્તૃત્વ, મોક્ષ, મોક્ષનો ઉપાય માન્યાં કહેવાય, કેવા કેવા ભાવ રહે ત્યારે સમ્યગ્દર્શન, સમદર્શિતા આદિ થયાં કહેવાય-વગેરે બાબતો મનુષ્યના જીવન-વ્યવહારમાં બનતા પ્રસંગોના દાખલા આપીને ગુરુદેવ એવી સ્પષ્ટ કરતા કે મુમુક્ષુને તે તે વિષયનું સ્પષ્ટ સૂક્ષ્મ જ્ઞાન થઈ અપૂર્વ અર્થો દૃષ્ટિગોચર થાય અને અધૂરી સ્થિતિમાં સંતોષ નહિ માનતાં તે વિશેષ વિશેષ પુરુષાર્થ કરવા પ્રેરાય. આ રીતે, આત્મસિદ્ધિમાં રહેલો જે શાસ્ત્રોનો નિષ્કર્ષ તેને અનેક પ્રકારે વિકસાવીને–વિસ્તારીને, તેમાં રહેલા ગહન ભાવોને સોંસરી ઊતરી જાય એવી અસરકારક ભાષામાં સ્પષ્ટ સમજાવીને પરમ પૂજ્ય સદ્ગુરુદેવે અપાર ઉપકાર કર્યો, શ્રીમદે દોરેલી મોક્ષમાર્ગની સુંદર રૂપરેખામાં સગુરુદેવે અલૌકિક રંગ પૂર્યા. આત્મસિદ્ધિમાં શ્રીમદે રોપેલા અધ્યાત્મજ્ઞાનનાં બીજ ૪૩ વર્ષે વૃક્ષરૂપે પાંગર્યાં. “પરમ કૃપાળુ સદ્ગુરુદેવના મુખથી ઝરેલું આ અમૃત જો પુસ્તકારૂઢ થાય તો મુમુક્ષુ જીવોને કેવું મહાલાભનું કારણ થાય! જોકે અનુભવના જોરપૂર્વક નીકળતી હૃદયભાવથી ભિંજાયેલી સદ્ગુરુદેવની વાણી પ્રત્યક્ષ શ્રોતાને જેવી અપૂર્વ ચમત્કૃતિભરી અસર કરે છે તેવી અસર પુસ્તકારૂઢ વાણીની ન થાય, તો પણ પ્રત્યક્ષ સત્સમા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩] ગમનો લાભ કાયમ નહિ લઈ શકનાર સુપાત્ર જીવને પુસ્તકારૂઢ વાણી પણ મહા આલંબનરૂપ થાય.—આમ ઘણા ભાઈઓની પ્રવચનોને પ્રકાશિત કરવાની ભાવના હોવાથી, અને સદભાગ્યે બ્રહ્મચારીભાઈ શ્રી ગુલાબચંદજી જૈને ગુરુદેવની પ્રવચનધારામાંથી યથાશક્તિ જેટલું બની શકે એટલું લખી લીધેલું હોવાથી, તે લખાણને પુસ્તકરૂપે પ્રકાશિત કરવાનો અમે નિર્ણય કર્યો. આજ તે પ્રકાશન મુમુક્ષુઓ પાસે મૂકતાં અમને હર્ષ થાય છે. આ પુસ્તકમાં કોઈ ન્યાયવિરુદ્ધ ભાવ ન આવી જાય તેની અમે કાળજી રાખી છે. જેમના લખાણ વિના આ પુસ્તકનું અસ્તિત્વ ન હોત તે ભાઈના અમે બહુ ઋણી છીએ. અનાદિકાળથી મોહાગ્નિમાં બળી રહેલા જીવોને આ ગ્રંથ શીતળ સમાધિસુખનો પંથ બતાવો એ અમારી ભાવના છે. આમાંથી ભિન્ન ભિન્ન કોટિના સૌ મુમુક્ષુઓને સૌ સૌની પાત્રતા અનુસાર ઘણું ઘણું મળી રહે એમ છે. સમયસાર આદિ અનેક મહાન શાસ્ત્રોનાં ગંભીર રહસ્યો, વિતરાગ શાસનનાં મૂળભૂત તત્ત્વો, સામાન્ય મનુષ્યને પણ ગ્રાહ્ય થાય એવી અત્યંત અત્યંત સુગમ શૈલીથી આમાં સમજાવવામાં આવ્યાં છે. જે મુમુક્ષુઓ તે મોક્ષદાયક ભાવોને વિચારશે, તે ભાવોની શ્રદ્ધા આત્માના પર્યાયે પર્યાયમાં વણાઈ જાય ત્યાં સુધી પુરુષાર્થ કર્યા જ કરશે તેઓ અનંત દુઃખના કારણભૂત મોહને છેદી અનંત સમાધિસુખને પામશે. જેઠ સુદ ૫ (શ્રુતપંચમી) રામજી માણેકચંદ દોશી-પ્રમુખ, વિ. સંવત્ ૧૯૯૯ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) બીજી આવૃત્તિ (વિ. સં. ૨000) આ શાસ્ત્રની પ્રથમ આવૃત્તિ બહાર પડી કે તુરત જ તે વેચાઈ ગઈ અને જિજ્ઞાસુ જીવોની તેને માટે માગણી ચાલુ રહેવાથી બીજી આવૃત્તિ છાપવાની જરૂર જણાઈ. તેથી આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે. પહેલી આવૃત્તિમાં કોઈ કોઈ જગ્યાએ સહેજ શબ્દોમાં અશુદ્ધિ હતી તે આ આવૃત્તિમાં સુધારવામાં આવી છે તથા આ શાસ્ત્રમાં જે જે વિષયો આવે છે તેની “કક્કાવારી સૂચી” આપવામાં આવેલ છે એટલે વાચકને જે વિષય શોધવો હોય તે જલદી શોધી શકે એવી સગવડ થઈ છે. આ શાસ્ત્રમાં આપવામાં આવેલા ભાવો વીતરાગ આજ્ઞાનુસાર વસ્તુસ્વરૂપની યથાર્થ સ્થિતિ પ્રરૂપે છે અને તે વીતરાગી વિજ્ઞાન છે, આગમ, યુક્તિ, સ્વાનુભવથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [૪] તે સિદ્ધ છે માટે આ શાસ્ત્રને મહા વિનયથી વાંચી, તેનો અભ્યાસ કરી તેમાં જણાવેલા ભાવો જિજ્ઞાસુઓએ પોતાના જ્ઞાનમાં ઉતારવા માટે પુરુષાર્થ કરવાની જરૂર છે. - ત્રીજી આવૃત્તિ (વિ. સં. ૨૦૦૪) બીજી આવૃત્તિ ખલાસ થઈ જવાથી અને તેની માંગ મુમુક્ષુઓ તરફથી ચાલુ રહ્યા કરે છે તેથી આ ત્રીજી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. રામજી માણેકચંદ દોશી-પ્રમુખ, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ ચોથી આવૃત્તિ (વિ. સં. ૨૦૨૨) આ શાસ્ત્ર ઘણાં વર્ષો થયાં મળતું નહોતું. અનેક મુમુક્ષુઓની સતત જિજ્ઞાસા અને માંગ હોવાથી આ શાસ્ત્રની ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના પ્રકાશન અર્થે સ્વ. રામજીભાઈ હંસરાજ કામાણીના સ્મરણાર્થે તેમના કુટુંબીજનો તરફથી તથા સ્વ. શ્રી મંજુલાબેનના સ્મરણાર્થે શ્રી નવીનચંદ્ર પુરુષોત્તમદાસ દોશી તરફથી આર્થિક સહાય મળી છે તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે. વળી આ આવૃત્તિમાં કેટલેક સ્થળે યોગ્ય સંશોધન કરવામાં આવ્યું છે. પાંચમી આવૃત્તિ (વિ. સં. ૨૦૨૪) આ શાસ્ત્રની ચોથી આવૃત્તિની ૧૧૦૦ પ્રતિ ટૂંક સમયમાં જ ખલાસ થઈ જવાથી આ પાંચમી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તેના પ્રકાશન અર્થે શ્રી પોપટલાલ મોહનલાલ વોરા, મુંબઈવાળા તરફથી તેમનાં માતુશ્રીના સ્મરણાર્થે રૂા. ૩000), શ્રી બાલુભાઈ ચુનીલાલ શાહ, મુંબઈવાળા તરફથી તેમના પિતાશ્રીના સ્મરણાર્થે રૂા. ૨૫૦૦) તથા અમદાવાદવાળા શ્રી માયાભાઈ જેસિંગભાઈ અને તેમના ભાઈઓ તરફથી તેમના વડીલબંધુ શ્રી નાનચંદભાઈના સ્મરણાર્થ રૂા. ૧૨૫૦) ની આર્થિક સહાય મળી છે. આ બધા મહાનુભાવોનો તેમણે દર્શાવેલ ઉદારતા માટે, આભાર માનવામાં આવે છે. છઠ્ઠી આવૃત્તિ (વિ. સં. ૨૦૦૮). - આ શાસ્ત્રની પાંચમી આવૃત્તિ ખલાસ થઈ જવાથી અને તત્ત્વજિજ્ઞાસુઓ તરફથી સતત માંગ રહેવાના કારણે આ છઠ્ઠી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી છે, આ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫] આવૃત્તિ સ્વ. શ્રી છોટાલાલ નારણદાસ જોબાળિયાની સ્મૃતિમાં તેમના સુપુત્રો શ્રી મલકચંદભાઈ, શ્રી ખીમચંદભાઈ, શ્રી હિંમતભાઈ, શ્રી ચિમનભાઈ, તથા શ્રી મનસુખભાઈ જોબાળિયાએ જે રકમ પુસ્તક પ્રકાશન ખાતે દાનમાં આપી છે તેમાંથી પ્રગટ કરવામાં આવે છે. સ્વ. શ્રી છોટાલાલભાઈ પૂ. સ્વામીજી સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારથી તેમના સાનિધ્યમાં રહી વ્યાખ્યાન-વાણીનો લાભ લેતા હતા. શ્રી સમયસારજી આદિ શાસ્ત્રોની તથા આત્મસિદ્ધિશાસ્ત્રની મૂળ ગાથાઓ તેમને યાદ હોવાથી તેઓશ્રી હમેશા તેનો સ્વાધ્યાય કરતા હતા. તેમનું આખું કુટુંબ તેમની પ્રેરણાથી કાયમી નિવાસસ્થાન બનાવીને સોનગઢમાં રહ્યું છે. સોનગઢ વૈશાખ સુદ બીજ વિ. સં. ૨૦૧૮ સાહિત્ય-પ્રકાશન સમિતિ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મયોગી શ્રી કાનજીસ્વામી સંક્ષિપ્ત પરિચય પરમ પૂજ્ય અધ્યાત્મયોગી શ્રી કાનજીસ્વામીનો શુભ જન્મ વિ. સં. ૧૯૪૬ ના વૈશાખ સુદ બીજ ને રવિવારના દિવસે સૌરાષ્ટ્રના ઉમરાળા ગામમાં સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં થયો હતો. તેઓશ્રીનાં માતુશ્રીનું નામ ઉજમબાઈ અને પિતાશ્રીનું નામ મોતીચંદભાઈ હતું. જ્ઞાતિએ તેઓ દશા શ્રીમાળી વણિક હતા. બાળવયમાં તેઓશ્રીના વિષે કોઈ જોષીએ કહ્યું હતું કે આ કોઈ મહાપુરુષ થશે. બાળપણથી જ તેઓશ્રીના મુખ પર વૈરાગ્યની સૌમ્યતા અને નેત્રોમાં બુદ્ધિ ને વીર્યનું તેજ દેખાતું. તેઓશ્રીએ ઉમરાળાની જ નિશાળમાં અભ્યાસ કર્યો હતો. જોકે નિશાળમાં તેમજ જૈનશાળામાં તેઓશ્રી પ્રાયઃ પ્રથમ નંબર રાખતા તો પણ નિશાળમાં અપાતા વ્યાવહારિક જ્ઞાનથી તેમના ચિત્તને સંતોષ થતો નહિ અને તેમને ઊંડે ઊંડે એમ રહ્યા કરતું કે “હું જેની શોધમાં છું તે આ નથી.' કોઈ કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું, અને એકવાર તો, માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ, તે બાળ મહાત્મા સત્ના વિયોગે ખૂબ રડ્યા હતા. નાની વયમાં જ માતા-પિતા કાળધર્મ પામવાથી તેઓશ્રી આજીવિકા અર્થે તેમના મોટાભાઈ ખુશાલભાઈ સાથે પાલેજમાં ચાલુ દુકાનમાં જોડાયા. ધીમે ધીમે દુકાન સારી જામી. વેપારમાં તેમનું વર્તન પ્રામાણિક હતું. એક વાર (લગભગ ૧૬ વર્ષની વયે) તેમને કોઈ કારણે વડોદરાની કોર્ટમાં જવું પડ્યું હતું. ત્યાં તેઓશ્રીએ અમલદાર સમક્ષ સત્ય હકીકત સ્પષ્ટતાથી જણાવી દીધી હતી. તેમના મુખ પર તરવરતી નિખાલસતા, નિર્દોષતા ને નીડરતાની અમલદાર પર છાપ પડી અને તેમણે કહેલી સર્વ હકીકત ખરી છે એમ વિશ્વાસ આવવાથી બીજા આધાર વિના તે સર્વ હકીકત સંપૂર્ણપણે માન્ય રાખી. પાલેજમાં તેઓશ્રી કોઈ કોઈ વખત નાટક જોવા જતા, પરંતુ અતિશય આશ્ચર્યની વાત તો એ છે કે નાટકમાંથી શૃંગારિક અસર થવાને બદલે કોઈ વૈરાગ્યપ્રેરક દેશ્યની ઊંડી અસર તે મહાત્માને થતી અને તે કેટલાય દિવસ સુધી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૭] રહેતી. કોઈ કોઈ વખત તો નાટક જોઈને આવ્યા પછી આખી રાત વૈરાગ્યની ધૂન રહેતી. એક વાર નાટક જોયા પછી “શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ” એ લીટીથી શરૂ થતું કાવ્ય તેમણે બનાવ્યું હતું. સાંસારિક રસનાં પ્રબળ નિમિત્તોને પણ મહાન આત્માઓ વૈરાગ્યનાં નિમિત્ત બનાવે છે. આ રીતે પાલેજની દુકાનમાં વેપારનું કામકાજ કરતાં છતાં તે મહાત્માનું મન વેપારમય કે સંસારમય થયું નહોતું. તેમનો અંતર્યાપાર તો જુદો જ હતો. તેમના અંતરનો સ્વાભાવિક ઝોક હંમેશા ધર્મ અને સત્યની શોધ પ્રતિ જ રહેતો. ઉપાશ્રયે કોઈ સાધુ આવે કે તેઓ તે સાધુની સેવા તેમજ તેમની સાથે ધાર્મિક વાર્તાલાપ માટે દોડી જતા અને ઘણો સમય ઉપાશ્રય ગાળતા. ધાર્મિક અભ્યાસ પણ ચાલુ હતો. તેમનું ધાર્મિક જીવન અને સરળ અંતઃકરણ જોઈને તેમના સંબંધીઓ તેમને “ભગત' કહેતા. તેમણે તેમના મોટાભાઈ ખુશાલભાઈને સ્પષ્ટ જણાવી દીધું હતું કે “મારું વેવિશાળ કરવાનું નથી; મારા ભાવ દીક્ષા લેવાના છે' ખુશાલભાઈએ તેમને ઘણું સમજાવ્યા કે-“ભાઈ, તું ન પરણે તો ભલે તારી ઇચ્છા; પરંતુ તે દીક્ષા ન લે. તારે દુકાને ન બેસવું હોય તો ભલે તું આખો દિવસ ધાર્મિક વાંચનમાં ને સાધુઓના સંગમાં ગાળ, પણ દીક્ષાની વાત ન કર.” આમ ઘણું સમજાવવા છતાં તે મહાત્માના વૈરાગી ચિત્તને સંસારમાં રહેવાનું પસંદ પડ્યું નહિ. દીક્ષા લીધા પહેલાં તેઓશ્રી કેટલાય મહિનાઓ સુધી આત્માર્થી ગુરુની શોધ માટે કાઠિયાવાડ, ગુજરાત ને મારવાડમાં અનેક ગામો ફર્યા, સાધુઓને મળ્યા પણ ક્યાંય મન ઠર્યું નહિ. ખરી વાત તો એ હતી કે પૂર્વ ભવની અધૂરી મૂકેલી સાધનાએ અવતરેલા તે મહાત્મા પોતે જ ગુરુ થવાને યોગ્ય હતા. આખરે બોટાદ સંપ્રદાયના હીરાચંદજી મહારાજના હાથે દીક્ષા લેવાનું નક્કી થયું અને સં. ૧૯૭૦ ના માગશર સુદ ૯ ને રવિવારને દિવસે ઉમરાળામાં મોટી ધામધૂમથી દીક્ષા મહોત્સવ થયો. દીક્ષા લઈને તુરતજ મહારાજશ્રીએ શ્વેતાંબર શાસ્ત્રોનો સખત અભ્યાસ કરવા માંડયો; તે એટલે સુધી કે આહારાદિ શારીરિક આવશ્યકતાઓમાં વખત જતો તે પણ તેમને ખટકતો. લગભગ આખો દિવસ ઉપાશ્રયના કોઈ એકાંત ભાગમાં અભ્યાસ કરતાં તેઓ જોવામાં આવતા. ચારેક વર્ષમાં લગભગ બધાં શ્વેતાંબર શાસ્ત્રો તેઓ વિચાર- પૂર્વક વાંચી ગયા. તેઓ સંપ્રદાયની રીત પ્રમાણે ચારિત્ર પણ કડક પાળતા. થોડા જ વખતમાં તેમની આત્માર્થિતાની, જ્ઞાનપિપાસાની અને ઉગ્ર ચારિત્રની સુવાસ કાઠિયાવાડમાં ફેલાઈ, તેમના ગુરુની મહારાજશ્રી પર બહુ કૃપા હતી. મહારાજશ્રી પ્રથમથી જ તીવ્ર પુરુષાર્થી હતા. કેટલીક વખત તેમને કોઈ ભવિતવ્યતા પ્રત્યે વલણવાળી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૮] વ્યક્તિ તરફથી એવું સાંભળવાનો પ્રસંગ બનતો કે ‘ ગમે તેવું આકરું ચારિત્ર પાળીએ પણ કેવળી ભગવાને જો અનંત ભવ દીઠા હશે તો તેમાંથી એક પણ ભવ ઘટવાનો નથી.' મહારાજશ્રી આવા પુરુષાર્થ હીનતાનાં મિથ્યા વચનો સાંખી શકતા નહિ અને બોલી ઊઠતા ‘જે પુરુષાર્થી છે તેના અનંત ભવો કેવળી ભગવાને દીઠા જ નથી. જેને પુરુષાર્થ ભાસ્યો છે તેના અનંત ભવ હોય જ નહિ, પુરુષાર્થીને ભવસ્થિતિ આદિ કાંઈ નડતું નથી, તેને પાંચે સમવાય આવી મળ્યાં છે.' ‘ પુરુષાર્થ, પુરુષાર્થ ને પુરુષાર્થ ' એ મહારાજશ્રીનો જીવનમંત્ર છે. દીક્ષાનાં વર્ષો દરમ્યાન મહારાજશ્રીએ શ્વેતાંબર શાસ્ત્રોનો ખૂબ મનનપૂર્વક અભ્યાસ કર્યો. ભગવતી સૂત્ર તેઓશ્રીએ ૧૭ વાર વાંચ્યું છે. દરેક કાર્ય કરતાં તેમનું લક્ષ્ય સત્યના શોધન પ્રતિ જ રહેતું. સં. ૧૯૭૮ માં શ્રી વી૨શાસનના ઉદ્ધારનો, અનેક મુમુક્ષુઓના મહાન પુણ્યોદયને સૂચવતો એક પવિત્ર પ્રસંગ બની ગયો. વિધિની કોઈ ધન્ય પળે શ્રીમદ્ ભગવત્પંદકુંદાચાર્ય-વિરચિત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ મહારાજશ્રીના હસ્તકમળમાં આવ્યો. સમયસાર વાંચતાં જ તેમના હર્ષનો પા૨ ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. શ્રી સમયસારજીમાં અમૃતનાં સરોવર છલકાતાં મહારાજશ્રીના અંતરનયને જોયાં. એક પછી એક ગાથા વાંચતાં મહારાજશ્રીએ ઘુંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારજીએ મહારાજશ્રી ૫૨ અપૂર્વ, અલૌકિક, અનુપમ ઉપકાર કર્યો અને તેમના આત્માનંદનો પા૨ ન રહ્યો. મહારાજશ્રીના અંતર્જીવનમાં ૫૨મ પવિત્ર પરિવર્તન થયું, ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું, ઉપયોગ-ઝરણાનાં વહેણ અમૃતમય થયાં, જિનેશ્વરદેવના સુનંદન ગુરુદેવની જ્ઞાનકળા હવે અપૂર્વ રીતે ખીલવા લાગી. સં. ૧૯૯૧ સુધી મહારાજશ્રીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી બોટાદ, વઢવાણ, અમરેલી, પો૨બંદ૨, જામનગર, રાજકોટ વગેરે ગામોમાં ચાતુર્માસ કર્યાં અને શેષ કાળમાં સેંકડો નાના મોટાં ગામોને પાવન કર્યાં. કાઠિયાવાડના હજારો માણસોને મહારાજશ્રીના ઉપદેશ પ્રત્યે બહુમાન પ્રગટયું, અંતરાત્મધર્મનો ઉદ્યોત ઘણો થયો. જે ગામમાં મહારાજશ્રીનું ચાતુર્માસ હોય ત્યાં બહારગામનાં હજારો ભાઈ-બેનો દર્શનાર્થે જતાં અને તેમની અમૃતવાણીનો લાભ લેતાં. મહારાજશ્રી શ્વેતાંબર સંપ્રદાયમાં રહ્યા હોવાથી વ્યાખ્યાનમાં મુખ્યત્વે શ્વેતાંબર શાસ્ત્રો વાંચતા (જો કે છેલ્લાં વર્ષોમાં સમયસારાદિ પણ સભા વચ્ચે વાંચતા હતા) પરંતુ તે શાસ્ત્રોમાંથી, પોતાનું હૃદય અપૂર્વ હોવાથી, અન્ય વ્યાખ્યાતાઓ કરતાં જુદી જ જાતના અપૂર્વ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૯] સિદ્ધાંતો તારવતા, વિવાદનાં સ્થળોને છેડતા જ નહિ. ગમે તે અધિકાર તેઓશ્રી વાંચે પણ તેમાં કહેલી હકીકતોને અંતરના ભાવો સાથે મીંઢવીને તેમાંથી એવા અલૌકિક આધ્યાત્મિક ન્યાયો કાઢતા કે જે ક્યાંય સાંભળવા ન મળ્યા હોય. “જે ભાવે તીર્થકર નામકર્મ બંધાય તે ભાવ પણ હેય છે...શરીરમાં રોમે રોમ તીવ્ર રોગ થવા તે દુઃખ જ નથી, દુઃખનું સ્વરૂપ જુદું છે. વ્યાખ્યાન સાંભળી ઘણા જીવો બૂઝે તો મને ઘણો લાભ થાય એમ માનનાર વ્યાખ્યાતા મિથ્યાષ્ટિ છે...આ દુઃખમાં સમતા નહિ રાખું તો કર્મ બંધાશે–એવા ભાવે સમતા રાખવી તે પણ મોક્ષમાર્ગ નથી...પાંચ મહાવ્રત પણ માત્ર પુણ્યબંધના કારણ છે.” આવા હજારો અપૂર્વ ન્યાયો મહારાજશ્રી વ્યાખ્યાનમાં અત્યંત સ્પષ્ટ રીતે લોકોને સમજાવતા. દરેક વ્યાખ્યાનમાં મહારાજશ્રી સમ્યગ્દર્શન પર અત્યંત અત્યંત ભાર મૂકતા. તેઓશ્રી અનેકવાર કહેતા કે-“શરીરનાં ચામડાં ઉતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યો–એવાં વ્યવહાર ચારિત્ર આ જીવે અનંતવાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો જીવોની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે...સમકિત સહેલું નથી. લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિત જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે છે. સમકિતી આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે. આજકાલ તો સૌ પોતપોતાના ઘરનું સમકિત માની બેઠા છે. સમકિતીને તો મોક્ષના અનંત સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. સમકિતીનું તે સુખ, મોક્ષના અનંતમા ભાગે હોવા છતાં, અનંત છે.” અનેક રીતે, અનેક દલીલોથી, અનેક પ્રમાણોથી, અનેક દૃષ્ટાંતોથી સમકિતનું અદ્ભુત માહાભ્ય તેઓશ્રી લોકોને ઠસાવતા. મહારાજશ્રીની જૈનધર્મ પરની અનન્ય શ્રદ્ધા, આખું જગત ન માને તો પણ પોતાની માન્યતામાં પોતે એકલા ટકી રહેવાની તેમની અજબ દેઢતા અને અનુભવના જોરપૂર્વક નીકળતી તેમની ન્યાયભરેલી વાણી ભલભલા નાસ્તિકોને વિચારમાં નાખી દેતી અને કેટલાકને આસ્તિક બનાવી દેતી. એ કેસરીસિંહનો સિંહનાદ પાત્ર જીવોના હૃદયના ઊંડાણને સ્પર્શી તેમના આત્મિક વીર્યને ઉછાળતો. સત્યના જોરે આખા જગતના અભિપ્રાયો સામે ઝૂઝતા એ અધ્યાત્મયોગીની ગર્જના જેમણે સાંભળી હશે તેમના કાનમાં હજુ તેનો રણકાર ગુંજતો હશે. આવી અદ્ભુત પ્રભાવશાળી અને કલ્યાણકારિણી વાણી અનેક જીવોને આકર્ષે એ સ્વાભાવિક છે. સાધારણ રીતે ઉપાશ્રયમાં કામધંધાથી નિવૃત્ત થયેલા વૃદ્ધ માણસો મુખ્યત્વે આવે છે, પરંતુ કાનજી મહારાજ જ્યાં પધારે ત્યાં તો યુવાનો, કેળવાયેલા માણસો, વકીલો, દાક્તરો, શાસ્ત્રના અભ્યાસીઓ વગેરેથી ઉપાશ્રય ઊભરાઈ જતો, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૦] મોટાં ગામોમાં મહારાજશ્રીનું વ્યાખ્યાન પ્રાયઃ ઉપાશ્રયમાં નહિ પણ કોઈ વિશાળ જગ્યામાં રાખવું પડતું. દિવસે દિવસે તેમની ખ્યાતિ વધતી જ ગઈ. વ્યાખ્યાનમાં હજારો માણસો આવતાં, આસપાસનાં ગામોમાંથી પણ માણસો આવતાં. આગળ જગા મળે એ હેતુથી સેંકડો લોકો કલાકદોઢદોઢ કલાક વહેલા આવીને બેસી જતાં. કોઈક જિજ્ઞાસુઓ વ્યાખ્યાનોની ટૂંકી નોંધ કરી લેતા. જે ગામમાં મહારાજશ્રી પધારે તે ગામમાં શ્રાવકોના ઘરે ઘરે ધર્મની ચર્ચા ચાલતી અને સર્વત્ર ધર્મનું જ વાતાવરણ જામી રહેતું. શેરીઓમાં શ્રાવકોનાં ટોળાં ધર્મની વાતો કરતાં નજરે પડતાં, બપોરે ને સાંજ ઉપાશ્રયના રસ્તે જનસમુદાયની ભારે અવર-જવર રહ્યા કરતી. ઉપાશ્રયમાં લગભગ આખો દિવસ તત્ત્વજ્ઞાન ચર્ચાની શીતળ લહરીઓ છૂટતી. કેટલાક મુમુક્ષુઓનું તો વેપાર ધંધામાં ચિત્ત ચોટતું નહિ ને મહારાજશ્રીની શીતળ છાંયમાં ઘણોખરો વખત ગાળતા. એ રીતે ગામોગામ અનેક સુપાત્ર જીવોના હૃદયમાં મહારાજશ્રીએ સન્ની રુચિનાં બીજ રોપ્યાં. મહારાજશ્રીના વિયોગમાં પણ તે મુમુક્ષુઓ મહારાજશ્રીના બોધ વિચારતા; ભવભ્રમણ કેમ ટળે, સમ્યકત્વ કેમ પ્રાપ્ત થાય તેની ઝંખના કરતા, કોઈ વાર ભેગાં મળીને તત્ત્વચર્ચા કરતા, મહારાજશ્રીએ કહેલાં પુસ્તકો વાંચતા-વિચારતા. સ્થાનકવાસી સાધુઓમાં મહારાજશ્રીનું સ્થાન અજોડ હતું. “કાનજી મહારાજ શું કહે છે'એ જાણવા સાધુ-સાધ્વીઓ ઉત્સુક રહેતાં, કેટલાક સાધુ-સાધ્વીઓ મહારાજશ્રીનાં વ્યાખ્યાનની નોંધ મુમુક્ષુ ભાઈબેનો પાસેથી મેળવી વાંચી લેતાં. મહારાજશ્રીએ ઘણાં વર્ષો સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી આત્મધર્મનો ખૂબ પ્રચાર કર્યો અને સાધુ તથા શ્રાવકોને વિચારતા કરી મૂકયા. મહારાજશ્રી સં. ૧૯૯૧ સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહ્યા. પરંતુ અંતરંગ આત્મામાં વાસ્તવિક વસ્તુસ્વભાવ અને વાસ્તવિક નિગ્રંથમાર્ગ ઘણા વખતથી સત્ય લાગતો હોવાથી તેઓશ્રીએ યોગ્ય સમયે સૌરાષ્ટ્રના સોનગઢ નામના નાના ગામમાં ત્યાંના એક ગૃહસ્થના ખાલી મકાનમાં સં. ૧૯૯૧ ના ચૈત્ર સુદ ૧૩ ને મંગળવારને દિને “પરિવર્તન કર્યું સ્થાનકવાસી સંપ્રદાયનું ચિહ્ન જે મુહપતિ તેનો ત્યાગ કર્યો. સંપ્રદાય ત્યાગનારાઓને કેવી કેવી અનેક મહા વિપત્તિઓ પડે છે, બાળ જીવો તરફથી અજ્ઞાનને લીધે તેમના પર કેવી અઘટિત નિંદાની ઝડીઓ વરસે છે, તેનો તેમને સંપૂર્ણ ખ્યાલ હતો પણ તે નીડર ને નિસ્પૃહ મહાત્માએ તેની કાંઈ પરવા કરી નહિ. સંપ્રદાયના હજારો શ્રાવકોના હૃદયમાં મહારાજશ્રી અગ્રસ્થાને બિરાજતા હતા તેથી ઘણા શ્રાવકોએ મહારાજશ્રીને પરિવર્તન નહિ કરવા અનેક પ્રકારે પ્રેમભાવે વિનવ્યા હતા. પરંતુ જેના રોમેરોમમાં વીતરાગપ્રણીત યથાર્થ સન્માર્ગ પ્રત્યે ભક્તિ ઊછળતી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૧] હતી તે મહાત્માએ પ્રેમભરી વિનવણીની અસર હૃદયમાં ઝીલી, રાગમાં તણાઈ, સન્ને કેમ ગૌણ થવા દે? સત્ પ્રત્યેની પરમ ભક્તિમાં સર્વ પ્રકારની પ્રતિકૂળતાનો ભય ને અનુકૂળતાનો રાગ અત્યંત ગૌણ થઈ ગયા. જગતથી તદ્દન નિરપેક્ષપણે, હજારોની માનવમેદનીમાં ગર્જતો સિંહ સને ખાતર સોનગઢમાં એકાંત સ્થળમાં જઈને બેઠો. મહારાજશ્રીએ જેમાં પરિવર્તન કર્યું તે મકાન વસતિથી અલગ હોવાથી બહુ શાંત હતું. દૂરથી આવતા માણસનો પગરવ ક્યાંયથી સંભળાતો. થોડા મહિનાઓ સુધી આવા નિર્જન સ્થળમાં માત્ર (મહારાજશ્રીના પરમ ભક્ત) જીવણલાલજી મહારાજ સાથે અને કોઈ દર્શનાર્થે આવેલા બે-ચાર મુમુક્ષુઓ સાથે સ્વાધ્યાય, જ્ઞાન-ધ્યાન વગેરેમાં લીન થયેલા મહારાજશ્રીને જોતાં હજારોની માનવમેદની સ્મૃતિગોચર થતી અને તે જાહોજલાલીને સર્પકાંચળીવત્ છોડનાર મહાત્માની સિંહવૃત્તિ, નિસ્પૃહતા અને નિર્માનતા આગળ હૃદય નમી પડતું. જે સ્થાનકવાસી સંપ્રદાય કાનજીસ્વામીના નામથી ગૌરવ લેતો તે સંપ્રદાયમાં મહારાજશ્રીના “પરિવર્તન' થી ભારે ખળભળાટ થાય એ સ્વાભાવિક છે. પરંતુ મહારાજશ્રી ૧૯૯૧ ની સાલ સુધીમાં કાઠિયાવાડમાં લગભગ દરેક સ્થાનકવાસીના હૃદયમાં પેસી ગયા હતા. મહારાજશ્રી પાછળ સૌરાષ્ટ્ર ઘેલું બન્યું હતું. તેથી “મહારાજશ્રીએ જે કર્યું હશે તે સમજીને જ કર્યું હશે' એમ વિચારીને ધીમે ધીમે ઘણા લોકો તટસ્થ થઈ ગયા. કેટલાક લોકો સોનગઢમાં શું ચાલે છે તે જોવા આવતા, પણ મહારાજશ્રીનું પરમ પવિત્ર જીવન અને અપૂર્વ ઉપદેશ સાંભળી તેઓ ઠરી જતા, તૂટેલો ભક્તિનો પ્રવાહ ફરીને વહેવા લાગતો. કોઈ કોઈ પશ્ચાત્તાપ કરતા કે મહારાજ, આપના વિષે તન કલ્પિત વાતો સાંભળી અમે આપની ઘણી આશાતના કરી છે, ઘણાં કર્મ બાંધ્યા છે; અમને ક્ષમા આપજો.' આ રીતે જેમ જેમ મહારાજશ્રીના પવિત્ર ઉજ્જવળ જીવન તેમજ આધ્યાત્મિક ઉપદેશ વિષે લોકોમાં વાત ફેલાતી ગઈ, તેમ તેમ વધારે ને વધારે લોકોને મહારાજશ્રી પ્રત્યે મધ્યસ્થતા થતી ગઈ અને ઘણાને સાંપ્રદાયિક મોહને કારણે દબાઈ ગયેલી ભક્તિ પુનઃ પ્રગટતી ગઈ. મુમુક્ષુ અને બુદ્ધિશાળી વર્ગની તો મહારાજશ્રી પ્રત્યે પહેલાંના જેવી જ પરમ ભક્તિ રહી હતી. અનેક મુમુક્ષુઓના જીવનાધાર કાનજીસ્વામી સોનગઢમાં જઈને રહ્યા, તો મુમુક્ષુઓનાં ચિત્ત સોનગઢ તરફ ખેંચાયાં. ધીમે ધીમે મુમુક્ષુઓનાં પૂર સોનગઢ તરફ વહેવા લાગ્યાં. સાંપ્રદાયિક મોહ અત્યંત દુર્નિવાર હોવા છતાં, સના અર્થી જીવોની સંખ્યા ત્રણે કાળે અત્યંત અલ્પ હોવા છતાં, સાંપ્રદાયિક મોહ તેમજ લૌકિક ભયને છોડીને સોનગઢ તરફ વહેતાં સત્સંગાર્થી જનોનાં પૂર દિન-પ્રતિદિન વેગપૂર્વક વધતાં જ જાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૨] પરિવર્તન કર્યા પછી પૂ. મહારાજશ્રીનો મુખ્ય નિવાસ સોનગઢમાં જ છે. મહારાજશ્રીની હાજરીને લીધે સોનગઢ એક તીર્થધામ જેવું બની ગયું છે. બહારગામથી અનેક મુમુક્ષુ ભાઈ–બેનો મહારાજશ્રીના ઉપદેશનો લાભ લેવા સોનગઢ આવે છે. દૂર દેશોથી ઘણા દિગંબર જૈનો, પંડિતો, બ્રહ્મચારીઓ વગેરે પણ આવે છે. બહારગામના માણસોને જમવા તથા ઊતરવા માટે ત્યાં એક જૈન અતિથિગૃહ છે. કેટલાક ભાઈઓ તથા બેનો ત્યાં ઘર કરીને કાયમ રહ્યાં છે. કેટલાક સત્સંગાર્થીઓ થોડા મહિનાઓ માટે પણ ત્યાં ઘર કરીને અવાર-નવાર રહે છે. બહારગામના મુમુક્ષુઓના હાલમાં ત્યાં ચાળીસેક ઘર છે. (અત્યારે ૨૦૦ ઘર છે.) પૂ. મહારાજશ્રીએ જે મકાનમાં પરિવર્તન કર્યું તે મકાન નાનું હતું, તેથી જ્યારે ઘણાં માણસો થઈ જતાં ત્યારે વ્યાખ્યાન વાંચવાની અગવડ પડતી, પયુષણમાં તો બીજે સ્થળે વ્યાખ્યાન વાંચવા જવું પડતું. આ રીતે મકાનમાં માણસોનો સમાસ નહિ થતો હોવાથી ભક્તોએ સં. ૧૯૯૪ માં એક મકાન બંધાવ્યું અને તેનું નામ “શ્રી જૈન સ્વાધ્યાયમંદિર” રાખ્યું. મહારાજશ્રી હાલમાં ત્યાં રહે છે. તેમની સાથે જીવણલાલજી મહારાજ ઉપરાંત બીજા બે ભક્તિવંત સાધુઓ સસંગાર્થે રહ્યા છે. ત્યાં લગભગ આખો દિવસ સ્વાધ્યાય જ ચાલ્યા કરે છે. સવારે તથા બપોરે ધર્મોપદેશ અપાય છે. બપોરના ધર્મોપદેશ પછી ભક્તિ થાય છે. રાત્રે ધર્મચર્ચા ચાલે છે. ધર્મોપદેશમાં તથા તે સિવાયના વાંચનમાં ત્યાં ભગવાન કુંદકુંદાચાર્યના શાસ્ત્રો, પરમાત્મપ્રકાશ, તત્ત્વાર્થસાર, ગોમ્મદસાર, પખંડાગમ, પંચાધ્યાયી, પદ્મનંદિપંચવિંશ-તિકા, દ્રવ્યસંગ્રહ, મોક્ષમાર્ગ પ્રકાશક, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે વગેરે પુસ્તકો વંચાય છે. ત્યાં આવનાર મુમુક્ષુનો આખો દિવસ ધાર્મિક આનંદમાં પસાર થઈ જાય છે. - પરમ પૂજ્ય અધ્યાત્મયોગી ગુરુદેવને સમયસારજી પ્રત્યે અતિશય ભક્તિ છે તેથી જે દિવસે સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન થયું તે જ દિવસે એટલે સં. ૧૯૯૪ ના વૈશાખ વદ ૮ ને રવિવારના રોજ સ્વાધ્યાયમંદિરમાં શ્રી સમયસારજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શ્રી સમયસારજી પ્રતિષ્ઠાના મહોત્સવ પર બહારગામથી લગભગ ૭૦૦ માણસો આવ્યાં હતાં. મહારાજશ્રી સમયસારજીને ઉત્તમોત્તમ શાસ્ત્ર ગણે છે. સમયસારજીની વાત કરતાં પણ તેમને અતિ ઉલ્લાસ આવી જાય છે. સમયસારજીની પ્રત્યેક ગાથા મોક્ષ આપે એવી છે એમ તેઓશ્રી કહે છે. ભગવાન કુંદકુંદાચાર્યનાં બધાં શાસ્ત્રો પર તેમને અત્યંત પ્રેમ છે. “ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અમે તેમના દાસાનુદાસ છીએ' એમ તેઓશ્રી ઘણીવાર ભક્તિભીના અંતરથી કહે છે. શ્રીમદ્ભાગવકુંદકુંદાચાર્ય મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૩] સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા હતા એ વિષે મહારાજશ્રીને અણુમાત્ર શંકા નથી, તેઓશ્રી ઘણી વાર પોકાર કરીને કહે છેઃ “કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ. એ વાત એમ જ છે, માનો તો પણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત છે, અક્ષરશઃ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.” શ્રી સીમંધરપ્રભુ પ્રત્યે ગુરુદેવને અપાર ભક્તિ છે. કોઈ કોઈ વખત સીમંધરનાથના વિરહે પરમ ભક્તિવંત ગુરુદેવનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહે છે. વીતરાગના પરમ ભક્ત ગુરુદેવ કહે છે કે “જૈનધર્મ એ કોઈ વાડો નથી, એ તો વિશ્વધર્મ છે. જૈનધર્મનો મેળ અન્ય કોઈ ધર્મ સાથે છે જ નહિ. જૈનધર્મનો ને અન્ય ધર્મોનો સમન્વય કરવાનો પ્રયત્ન રેશમનો ને કંતાનનો સમન્વય કરવાના પ્રયત્ન જેવો વૃથા છે. 'દિગંબર જૈનધર્મ જ વાસ્તવિક જૈનધર્મ છે અને આંતરિક તેમ જ બાહ્ય દિગંબરતા વિના કોઈ જીવ મોક્ષ પામી શકે નહિ એમ તેમની દૃઢ માન્યતા છે. તેઓશ્રીની મારફત સમયસાર, પ્રવચનસાર, પંચાધ્યાયી, મોક્ષમાર્ગ પ્રકાશક વગેરે અનેક દિગંબર જૈનધર્મનાં શાસ્ત્રોનો ઘણો ઘણો પ્રચાર સૌરાષ્ટ્રમાં થઈ રહ્યો છે. સોનગઢના પ્રકાશનખાતામાંથી ગુજરાતી સમયસારની ૨૦૦૦ નકલો છપાઈ ને તુરત જ ખપી ગઈ. તે સિવાય, સમયસાર ગુટકો, સમયસાર હરિગીત, અનુભવ પ્રકાશ વગેરે ઘણાં પુસ્તકો ત્યાં છપાયાં અને સૌરાષ્ટ્રમાં ફેલાયાં. તે ઉપરાંત આત્મસિદ્ધિશાસ્ત્રની હજારો પ્રતો ત્યાંથી પ્રકાશિત થઈ પ્રચાર પામી છે. ગુજરાત-કાઠિયાવાડના અધ્યાત્મપ્રેમી મુમુક્ષુઓને ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાહિત્ય સુલભ થયું છે. કાઠિયાવાડમાં હજારો મુમુક્ષુઓ તેનો અભ્યાસ કરતા થયા છે. કેટલાક ગામોમાં પાંચ દશ પંદર મુમુક્ષુઓ ભેગાં થઈને ગુરુદેવ પાસેથી ગ્રહણ કરેલા રહસ્ય અનુસાર સમયસારાદિ ઉત્તમ શાસ્ત્રોનું નિયમિત વાંચન-મનન કરે છે. આ રીતે પરમ પૂજ્ય ગુરુદેવની કૃપાથી પરમ પવિત્ર શ્રુતામૃતના ધોરિયા સૌરાષ્ટ્રના ગામેગામમાં રહેવા લાગ્યા છે. અનેક સુપાત્ર જીવો એ જીવનોદકનું પાન કરી કૃતાર્થ થાય છે. પરમ પૂજ્ય મહારાજશ્રીનું મુખ્ય વજન સમજણ પર છે. “તમે સમજો, સમજ્યા વિના બધું નકામું છે.” એમ તેઓશ્રી વારંવાર કહે છે. “કોઈ આત્મા-જ્ઞાની કે અજ્ઞાની એક પરમાણુમાત્રને હુલાવવાનું સામર્થ્ય ધરાવતો નથી, તો પછી દેહાદિની ક્રિયા આત્માના હાથમાં ક્યાંથી હોય? જ્ઞાની ને અજ્ઞાનીમાં આકાશ-પાતાળના અંતર જેવડો મહાન તફાવત છે, અને તે એ છે કે અજ્ઞાની પરદ્રવ્યનો તથા રાગ-દ્વેષનો કર્તા થાય છે અને જ્ઞાની પોતાને શુદ્ધ અનુભવતો થકો તેમનો કર્તા થતો નથી. તે કર્તુત્વ છોડવાનો મહા પુરુષાર્થ દરેક જીવે કરવાનો છે. તે કર્તુત્વબુદ્ધિ જ્ઞાન વિના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૪] છૂટશે નહિ. માટે તમે જ્ઞાન કરો. આ તેઓશ્રીના ઉપદેશનો પ્રધાન સૂર છે. જ્યારે કોઈ શ્રોતાઓ કહે કે, “પ્રભુ! આપ તો મેટ્રિકની ને એમ. એ. ની વાત કરો છો, અમે હજુ એકડિયામાં છીએ, અમને એકડિયાની વાત સંભળાવો. ત્યારે ગુરુદેવ કહે છે, “આ જૈનધર્મનો એકડો જ છે. સમજણ કરવી તે જ શરૂઆત છે. મેટ્રિકની ને એમ. એ. ની એટલે કે નિર્ચથદશાની ને વિતરાગની વાતો આવી છે. આ સમજણ કર્યે જ છૂટકો છે. એક ભવે, બે ભવે, પાંચ ભવે, કે અનંત ભવે આ સમયે જ મોક્ષમાર્ગની શરૂઆત થવાની છે.” પરમ પૂજ્ય મહારાજશ્રીના જ્ઞાનને સમ્યકપણાની મહોર તો ઘણા વખતથી પડી હતી. તે સમ્યજ્ઞાન સોનગઢના વિશેષ નિવૃત્તિવાળા સ્થળમાં અદ્ભુત સૂક્ષ્મતાને પામ્યું. નવી નવી જ્ઞાનશૈલી સોનગઢમાં ખૂબ ખીલી. અમૃતકળશમાં જેમ અમૃત ઘોળાતાં હોય તેમ ગુરુદેવના પરમ પવિત્ર અમૃતકળશસ્વરૂપ આત્મામાં તીર્થકર દેવનાં વચનામૃતો ખૂબ ઘોળાયાં-ઘૂંટાયાં. એ ચૂંટાયેલાં અમૃત કૃપાળુદેવ અનેક મુમુક્ષુઓને પીરસે છે ને ન્યાલ કરે છે. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાહુડ, પરમાત્મપ્રકાશ, મોક્ષમાર્ગ પ્રકાશક વગેરે ગ્રંથો પર પ્રવચન કરતાં ગુરુદેવના શબ્દ શબ્દ એટલી ગહનતા સૂક્ષ્મતા અને નવીનતા નીકળે છે કે શ્રોતાજનોના ઉપયોગને પણ સૂક્ષ્મ બનાવે છે અને વિદ્વાનોને આશ્ચર્યચક્તિ કરે છે. જે અનંત આનંદમય ચૈતન્યન દશા પ્રાપ્ત કરીને સર્વજ્ઞ તીર્થંકરદેવે શાસ્ત્રો પ્રરૂપ્યાં, તે પરમ પવિત્ર દશાનો સુધાઅંદી સ્વાનુભૂતિસ્વરૂપ પવિત્ર અંશ પોતાના આત્મામાં પ્રગટ કરીને સદ્ગુરુદેવ વિકસિત જ્ઞાનપર્યાય દ્વારા શાસ્ત્રોમાં રહેલાં ગહન રહસ્યો ઉકેલી, મુમુક્ષુને સમજાવી અપાર ઉપકાર કરી રહ્યા છે. સેંકડો શાસ્ત્રોના અભ્યાસી વિદ્વાનો પણ ગુરુદેવની વાણી સાંભળી ઉલ્લાસ આવી જતાં કહે છે: ગુરુદેવ! અપૂર્વ આપનાં વચનામૃત છે; તેનું શ્રવણ કરતાં અમને તૃતિ જ થતી નથી. આપ ગમે તે વાત સમજાવો તેમાંથી અમને નવું નવું જ જાણવાનું મળે છે. નવ તત્ત્વનું સ્વરૂપ કે ઉત્પાદવ્યય-ધ્રૌવ્યનું સ્વરૂપ, સ્યાદ્વાદનું સ્વરૂપ કે સમ્યકત્વનું સ્વરૂપ, નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કે વ્રતનિયમ–તપનું સ્વરૂપ, ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ કે સાધ્ય-સાધનનું સ્વરૂપ, દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કે ચરણાનુયોગનું સ્વરૂપ, ગુણસ્થાનનું સ્વરૂપ કે બાધક-સાધકભાવનું સ્વરૂપ, મુનિદશાનું સ્વરૂપ, કે કેવળજ્ઞાનનું સ્વરૂપ-જે જે વિષયનું સ્વરૂપ આપના મુખે અમે સાંભળીએ છીએ તેમાં અમને અપૂર્વભાવો દૃષ્ટિગોચર થાય છે. અમે શાસ્ત્રોમાંથી કાઢેલા અર્થો તદ્દન ઢીલા, જડ-ચેતનના ભેળસેળવાળા, શુભને શુદ્ધમાં ખતવનારા, સંસારભાવને પોષનારા, વિપરીત અને ન્યાયવિરુદ્ધ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૫] હુતા; આપના અનુભવમુદ્રિત અપૂર્વ અર્થો ટંકણખાર જેવા-શુદ્ધ સુવર્ણ જેવા, જડ-ચેતનના ફડચા કરનારા, શુભ ને શુદ્ધનો સ્પષ્ટ વિભાગ કરનારા, મોક્ષભાવને જ પોષનારા, સમ્યક્ અને ન્યાયયુક્ત છે. આપના શબ્દ શબ્દ વીતરાગદેવનું હૃદય પ્રગટ થાય છે; અમે વાક્ય વાક્ય વીતરાગદેવની વિરાધના કરતા હતા, અમારું એક વાક્ય પણ સાચું નહોતું. શાસ્ત્રમાં જ્ઞાન નથી, જ્ઞાનપર્યાયમાં જ્ઞાન છે-એ વાતનો અમને હવે સાક્ષાત્કાર થાય છે. શાસ્ત્રોએ ગાયેલું જે સદ્ગુરુનું માહાભ્ય તે હવે અમને સમજાય છે. શાસ્ત્રોનાં તાળાં ઉઘાડવાની ચાવી વીતરાગદેવે સદ્ગુરુને સોંપી છે. સદગુરુનો ઉપદેશ પામ્યા વિના શાસ્ત્રોનો ઉકેલ થવો અત્યંત અત્યંત કઠિન પરમ કૃપાળુ ગુરુદેવનું જ્ઞાન જેવું અગાધ ને ગંભીર છે તેવી જ તેમની વ્યાખ્યાનશૈલી ચમત્કૃતિભરેલી છે. તેઓશ્રી કહેવાની વાતને એવી સ્પષ્ટતાથી, વિવિધતાથી, અનેક સાદા દાખલાઓ આપીને, શાસ્ત્રીય શબ્દોનો ઓછામાં ઓછો પ્રયોગ કરીને સમજાવે છે કે સામાન્ય મનુષ્યને પણ તે સહેલાઈથી સમજાય છે. અત્યંત ગહન વિષયને પણ અત્યંત સુગમ રીતે પ્રતિપાદિત કરવાની ગુરુદેવમાં વિશિષ્ટ શક્તિ છે. વળી મહારાજશ્રીની વ્યાખ્યાનશૈલી એટલી રસમય છે કે જેમ સર્પ મોરલી પાછળ મુગ્ધ બને છે તેમ શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય છે. સમય ક્યાં પસાર થઈ જાય છે તેનું ભાન પણ રહેતું નથી. સ્પષ્ટ અને રસમય હોવા ઉપરાંત મહારાજશ્રીનું પ્રવચન શ્રોતાઓમાં અધ્યાત્મનો પ્રેમ ઉત્પન્ન કરે છે. મહારાજશ્રી પ્રવચન કરતાં અધ્યાત્મમાં એવા તન્મય થઈ જાય છે, પરમાત્મદશા પ્રત્યેની એવી ભક્તિ તેમના મુખ પર દેખાય છે કે શ્રોતાઓને તેની અસર થયા વિના રહેતી નથી. આધ્યાત્મની જીવંત મૂર્તિ ગુરુદેવના દેહના અણુએ અણુમાંથી જાણે અધ્યાત્મરસ નીતરે છે. એ અધ્યાત્મમૂર્તિની મુખમુદ્રા નેત્રો, વાણી, હૃદય બધાં એકતાર થઈ અધ્યાત્મની રેલછેલ કરે છે અને મુમુક્ષુઓનાં હૃદયો એ અધ્યાત્મરસથી ભિંજાઈ જાય છે. ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવું એ એક જીવનનો લ્હાવો છે. તેમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી અન્ય વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાનમાં રસ પડતો નથી. તેમનું વ્યાખ્યાન સાંભળનારને એટલું તો સ્પષ્ટ લાગે છે કે “આ પુરુષ કોઈ જુદી જાતનો છે, જગતથી એ કંઈક જુદું કહે છે, અપૂર્વ કહે છે. એના કથન પાછળ કોઈ અજબ દઢતા ને જોર છે. આવું ક્યાંય સાંભળ્યું નથી.' મહારાજશ્રીના વ્યાખ્યાનમાંથી અનેક જીવો પોતપોતાની પાત્રતા અનુસાર લાભ મેળવી જાય છે. કેટલાકને સત્ પ્રત્યે રુચિ જાગે છે, કોઈ કોઈને સત્સમજણના અંકુર ફૂટે છે. અને કોઈ વિરલ જીવોની તો દશા જ પલટાઈ જાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૬] અહો! આવું અલૌકિક પવિત્ર અંતર્પરિણમન-કેવળજ્ઞાનનો અંશ, અને આવો પ્રભાવનાઉદય-તીર્થકરવનો અંશ, એ બેનો સુયોગ આ કળિકાળમાં જોઈને રોમાંચ થાય છે. મુમુક્ષુઓનાં મહાપુણ્ય હજુ તપે છે. અહો ! એ પરમ પ્રભાવક અધ્યાત્મમૂર્તિની વાણીની તો શી વાત, તેનાં દર્શન પણ મહાપુણ્યના થોક ઉછળે ત્યારે પ્રાપ્ત થાય છે. એ અધ્યાત્મયોગીની સમીપમાં સંસારનાં આધિવ્યાધિ-ઉપાધિ ફરકી શકતાં નથી. સંસારતત પ્રાણીઓ ત્યાં પરમ વિશ્રાંતિ પામે છે અને સંસારના દુ:ખો માત્ર કલ્પનાથી જ ઊભાં કરેલાં તેમને ભાસવા માંડે છે. જે વૃત્તિઓ મહા પ્રયત્ન પણ દબાતી નથી તે ગુરુદેવના સાન્નિધ્યમાં વિના પ્રયત્ન શમી જાય છે એ ઘણા ઘણા મુમુક્ષુઓનો અનુભવ છે. આત્માનું નિવૃત્તિમય સ્વરૂપ, મોક્ષનું સુખ વગેરે ભાવોની જે શ્રદ્ધા અનેક દલીલોથી થતી નથી તે ગુરુદેવના દર્શન માત્રથી થઈ જાય છે. ગુરુદેવનાં જ્ઞાન ને ચારિત્ર મુમુક્ષુ પર મહા કલ્યાણકારી અસર કરે છે. ખરેખર કાઠિયાવાડને આંગણે શીતળ છાંયવાળું, વાંછિત ફળ દેનાર કલ્પવૃક્ષ ફળ્યું છે. કાઠિયાવાડનાં મહાભાગ્ય ખીલ્યાં છે. હવે, સોનગઢમાં પરિવર્તન કર્યા પછીના, મહારાજશ્રીના જીવનવૃત્તાંત સાથે સંબંધ રાખતા કેટલાક પ્રસંગો કાળાનુક્રમે સંક્ષેપમાં જોઈ જઈએ: સોનગઢથી બાર માઈલ દૂર આવેલા શ્રી શત્રુંજ્ય તીર્થની યાત્રા કરવાની ઘણા વખતથી મહારાજશ્રીની ભાવના હતી. તે સં. ૧૯૯૫ ના પોષ વદ તેરશે પૂર્ણ થઈ. લગભગ ૨૦૦ ભક્તો સહિત મહારાજશ્રીએ તે તીર્થરાજની યાત્રા અતિ ઉત્સાહ ને ભક્તિપૂર્વક કરી. રાજકોટના શ્રાવકોના બહુ આગ્રહને લીધે સં. ૧૯૯૫ માં મહારાજશ્રીનું રાજકોટ પધારવું થયું. ત્યાં દશેક માસની સ્થિતિ દરમ્યાન મહારાજશ્રીએ સમયસાર, આત્મસિદ્ધિ અને પદ્મનંદિપંચવિંશતિ પર અપૂર્વ પ્રવચનો કર્યા. ગુરુદેવના આગળ વધેલા જ્ઞાનપર્યાયોમાંથી નીકળેલા જડ-ચેતનની વહેંચણીના, નિશ્ચય-વ્યવહારની સંધિના તેમ જ બીજા અનેક અપૂર્વ ન્યાયો સાંભળી રાજકોટના હજારો લોકો પાવન થયા અને અનેક સુપાત્ર જીવોએ પાત્રતા અનુસાર આત્મલાભ મેળવ્યો. દશ માસ સુધી “આનંદકુંજ' માં (મહારાજશ્રી ઊતર્યા હતા તે સ્થાનમાં) નિશદિન આધ્યાત્મિક આનંદનું વાતાવરણ ગુંજી રહ્યું. - રાજકોટથી પાછા ફરતા મહારાજશ્રી ગિરિરાજ ગિરનાર તીર્થની યાત્રા કરવા પધાર્યા અને એ પવિત્ર નેમગિરિ ઉપર લગભગ ૩૦૦ ભક્તો સાથે ત્રણ દિવસ રહ્યા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭] ત્યાં સમવસરણના દેરાસરજીમાં તથા દિગંબર દેરાસરજીમાં ઊછળેલી ભક્તિ, એ સહસ્ત્રામ્રવનમાં જામી ગયેલી સ્તવનભક્તિની ધૂન અને એ સમશ્રેણીની પાંચમી ટૂંકે પૂ. ગુરુદેવશ્રી “હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે!' વગેરે પદો પરમ અધ્યાત્મરસમાં તરબોળ બની ગવરાવતા હતા તે વખતે પ્રસરી ગયેલું શાંત આધ્યાત્મિક વાતાવરણ-એ બધાંનાં ધન્ય સ્મરણો તો જીવનભર ભક્તોના સ્મરણપટ પર કોતરાઈ રહેશે. રાજકોટ જતાં તથા ત્યાંથી પાછા ફરતાં પરમ પૂજ્ય ગુરુદેવ રસ્તામાં આવતાં અનેક ગામોમાં વીતરાગપ્રણીત સદ્ધર્મનો ડંકો વગાડતા ગયા અને અનેક સત્પાત્રોના કર્ણપટ ખોલતા ગયા. ગામેગામ લોકોની ભક્તિ ગુરુદેવ પ્રત્યે ઊછળી પડતી હતી અને લાઠી, અમરેલી વગેરે મોટાં ગામોમાં અત્યંત ભવ્ય સ્વાગત થયું હતું. ગુરુદેવનો પ્રભાવનાઉદય જોઈ, જે કાળે તીર્થંકરદેવ વિચરતા હશે તે ધર્મકાળમાં ધર્મનું, ભક્તિનું, અધ્યાત્મનું કેવું વાતાવરણ ફેલાઈ રહેતું હશે તેનો તાદેશ ચિતાર કલ્પનાચક્ષુ સમક્ષ ખડો થતો. સં. ૧૯૯૬ ના વૈશાખ માસમાં ગુરુદેવનાં પુનિત પગલાં ફરી સોનગઢમાં થયાં. ત્યારપછી તુરત જ શેઠ કાળિદાસ રાઘવજી જસાણીના ભક્તિવંત સુપુત્રોએ શ્રી સ્વાધ્યાયમંદિર પાસે શ્રી સીમંધરભગવાનનું જિનમંદિર બંધાવવા માંડ્યું, તેમાં શ્રી સીમંધરભગવાનના અતિ ભાવવાહી પ્રતિમાજી ઉપરાંત શ્રી શાંતિનાથ આદિ અન્ય ભગવંતોનાં ભાવવાહી પ્રતિમાજીની પ્રતિષ્ઠા પંચકલ્યાણક વિધિપૂર્વક સં. ૧૯૯૭ ના ફાગણ સુદ બીજના માંગલિક દિને થઈ. પ્રતિષ્ઠા મહોત્સવમાં બહારગામના લગભગ ૧૫૦૦ માણસોએ ભાગ લીધો હતો. પ્રતિષ્ઠાના આઠ દિવસ પરમ પૂજ્ય ગુરુદેવના મુખમાંથી ભક્તિરસભીની અલૌકિક વાણી છૂટતી હતી. લોકોને પણ ઘણો ઉત્સાહ હતો. પ્રતિષ્ઠાદિન પહેલાં થોડા દિવસે શ્રી સીમંધર ભગવાનના પ્રથમ દર્શને પરમ પૂજ્ય ગુરુદેવની આંખોમાંથી આસું વહ્યા હતાં. સીમંધર ભગવાન મંદિરમાં પ્રથમ પધાર્યા ત્યારે ગુરુદેવને ભક્તિરસની ખુમારી ચડી ગઈ અને આખો દેહ ભક્તિરસના મૂર્ત સ્વરૂપ જેવો શાંત શાંત નિશ્ચષ્ટ ભાસવા લાગ્યો. ગુરુદેવથી સાષ્ટાંગ પ્રણમન થઈ ગયું અને ભક્તિરસમાં અત્યંત એકાગ્રતાને લીધે દેહ એમ ને એમ બે-ત્રણ મિનિટ સુધી નિશ્ચષ્ટપણે પડી રહ્યો, આ ભક્તિનું અદ્ભુત દૃશ્ય, પાસે ઉભેલાં મુમુક્ષુઓથી જીરવી શકાતું નહોતું; તેમનાં નેત્રોમાંથી આંસુ ઉભરાયાં અને ચિત્તમાં ભક્તિ ઊભરાઈ, ગુરુદેવે પોતાના પવિત્ર હાથે પ્રતિષ્ઠા પણ ભક્તિભાવમાં જાણે દેહનું ભાન ભૂલી ગયા હોય એવા અપૂર્વભાવે કરી હતી. આ જિનમંદિરમાં બપોરના વ્યાખ્યાન પછી દરરોજ પોણો કલાક ભક્તિ થાય છે. ભક્તિમાં પરમ પૂજ્ય ગુરુદેવ પણ હાજર રહે છે. બપોરનું પ્રવચન સાંભળતાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૮ ] આત્માના સૂક્ષ્મ સ્વરૂપના પ્રણેતા વીતરાગ ભગવંતનું માહાત્મ્ય હૃદયમાં સ્ફૂર્યું હોય છે તેથી પ્રવચનમાંથી ઊઠી તુરત જ જિનમંદિરમાં ભક્તિ કરતાં વીતરાગદેવ પ્રત્યે પાત્ર જીવોને અદ્ભુત ભાવ ઉલ્લુસે છે. આ રીતે જિનમંદિરમાં જ્ઞાન ને ભક્તિના સુંદર સુમેળનું નિમિત્ત બન્યું છે. શ્રી જિનમંદિર બંધાયા પછી એક વર્ષે થોડા મુમુક્ષુ ભાઈઓ દ્વારા જિનમંદિર પાસે જ શ્રી સમવસરણ મંદિર બંધાયું. તેમાં શ્રી સીમંધર ભગવાનનાં અતિ ભાવવાહી ચતુર્મુખ પ્રતિમાજી બિરાજે છે. સુંદર આઠ ભૂમિ, કોટ, (મુનિઓ, આર્થિકાઓ, દેવો, મનુષ્યો તિર્યંચો વગેરેની સભાઓ સહિત) શ્રીમંડપ, ત્રણ પીઠિકા, કમળ, ચામર, છત્ર, અશોકવૃક્ષ, વિમાનો વગેરેની શાસ્ત્રોક્ત વિધિથી તેમાં અતિ આકર્ષક રચના છે. મુનિઓની સભામાં શ્રી સીમંધર ભગવાન સામે અત્યંત ભાવપૂર્વક હાથ જોડીને ઊભેલા શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યનાં અતિ સૌમ્ય મુદ્રાવંત પ્રતિમાજી છે. પ્રતિષ્ઠા-મહોત્સવ સં. ૧૯૯૮ ના વૈશાખ વદ ૬ ના માંગલિક દિવસે થયો હતો અને તે પ્રસંગ બહારગામથી લગભગ ૨૦૦૦ માણસો આવ્યાં હતાં. શ્રી સમવસરણના દર્શન કરતાં, શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્ય સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા તે પ્રસંગ મુમુક્ષુનાં નેત્રો સમક્ષ ખડો થાય છે અને તેની સાથે સંકળાયેલા અનેક પવિત્ર ભાવો હૃદયમાં સ્ફૂરતાં મુમુક્ષુનું હૃદય ભક્તિ ને ઉલ્લાસથી ઊછળી પડે છે. શ્રી સમવસરણ મંદિર થતાં, મુમુક્ષુઓને તેમના અંતરનો એક પ્રિયતમ પ્રસંગ દૃષ્ટિગોચ૨ ક૨વાનું નિમિત્ત પ્રાપ્ત થયું છે. સં. ૧૯૯૮ ના અષાડ વદ એકમના રોજ શ્રી સોનગઢમાં શ્રી ગુરુરાજે સભા સમક્ષ શ્રી પ્રવચનસારનું વાંચન શરૂ કર્યું હતું તેમાંથી શેય અધિકાર ઉપડતાં અનેક વર્ષોમાં જોયેલ તેનાથી પણ કોઈ અચિંત્ય ને આશ્ચર્યકા૨ક ગુરુદેવના અંતર આત્મામાંથી નિર્મળ ભાવશ્રુત જ્ઞાનની પર્યાયમાંથી સૂક્ષ્મ ને ગહન એવો શ્રુતનો ધોધ વહેવા લાગ્યો, તે ધોધ જેણે જાણ્યો હશે ને બરાબર શ્રવણ કર્યો હશે તેને ખ્યાલ હશે. બાકી તો શું કહી શકાય ? શ્રવણ કરતાં એમ થતું હતું કે આ તે કોઈ આશ્ચર્યકારી આત્મવિભૂતિ જોવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું! કે કોઈ અચિંત્ય શ્રુતની નિર્મળ શ્રેણી જોવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું! ખરેખર આત્મસ્વરૂપ વૃદ્ધિરૂપ તે ધન્ય પ્રસંગ સદાયને માટે હૃદયના જ્ઞાનપટ પર કોતરાઈ ૨હેશે ને ફરી ફરી આવા અનેક તરેહના સુપ્રસંગો સંપ્રાપ્ત થશે. સં. ૧૯૯૮ ના ભાદરવા સુદ પાંચમના રોજ સોનગઢમાં શ્રી સનાતન જૈન બ્રહ્મચર્યાશ્રમ સ્થાપવામાં આવ્યું છે. તેમાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ રાખવામાં આવ્યો છે. દશેક બ્રહ્મચારીઓ તેમાં જોડાયા છે. તેમાં જોડાનાર બ્રહ્મચારી ત્યાં ત્રણ વર્ષ સુધી ૨હી દરરોજ ત્રણેક કલાક નિયત કરેલા ધાર્મિક પુસ્તકોનું શિક્ષણ પ્રાપ્ત કરે છે. તે પ્રાસ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૯] થયેલાં શિક્ષણને એકાંતમાં સ્વાધ્યાય દ્વારા દેઢ કરે છે અને મહારાજશ્રીનાં પ્રવચનો, ભક્તિ વગેરેમાં ભાગ લે છે; એમ આખો દિવસ ધાર્મિક પ્રવૃત્તિમાં ગાળે છે. પરમ પૂજ્ય ગુરુદેવે ફરીને પાછા રાજકોટના શ્રાવકોના આગ્રહને લીધે અને પ્રભાવનાઉદયને લીધે સં. ૧૯૯૯ ના ફાગણ સુદ પાંચમના રોજ સોનગઢથી વઢવાણ રસ્તે રાજકોટ જવા માટે વિહાર કર્યો છે. અમૃત વરસતા મહામેઘની જેમ રસ્તામાં આવતા દરેક ગામમાં ગુરુદેવ પરમાર્થ અમૃતનો ધોધમાર વરસાદ વરસાવતા જાય છે અને અનેક તૃષાવંત જીવોની તૃષા છિપાવતા જાય છે. હજારો ભાગ્યવંત જીવો જૈનો ને જૈનેતરો-એ અમૃતવર્ષાને ઝીલી સંતુષ્ટ થાય છે. જૈનેતરો પણ ગુરુદેવનો આધ્યાત્મિક ઉપદેશ સાંભળી દિંગ થઈ જાય છે. જૈનદર્શનમાં માત્ર બાહ્ય ક્રિયાનું જ પ્રતિપાદન નથી પણ તેમાં સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન ભરપૂર ભરેલું છે એમ સમજતાં તેમને જૈનદર્શન પ્રત્યે બહુમાન પ્રગટે છે. ગામોગામ બાળકો, યુવાનો ને વૃદ્ધોમાં જૈનો ને જૈનેતરોમાં મહારાજશ્રી આત્મવિચારનાં પ્રબળ આંદોલનો ફેલાવતાં જાય છે અને આ મોંઘા મનુષ્યભવમાં જો જીવે દેહ, વાણી અને મનથી પર એવા પરમ તત્ત્વનું ભાન ન કર્યું, તેની રુચિ પણ ન કરી તો આ મનુષ્યભવ નિષ્ફળ છે” એમ દાંડી પીટીને જાહેર કરતા જાય છે. એ અમૃતસિંચક યોગિરાજ સૌરાષ્ટ્રની બહાર વિચર્યા નથી. જો તેઓશ્રી હિન્દુસ્તાનમાં વિચરે તો આખા ભારતવર્ષમાં ધર્મની પ્રભાવના કરી હજારો તૃષાવંત જીવોની તૃષા છીપાવી શકે એવી અદ્ભુત શક્તિ તેમનામાં દેખાય છે. આવી અદ્ભુત શક્તિના ધરનાર પવિત્રાત્મા કાનજીસ્વામી સૌરાષ્ટ્રની મહા પ્રતિભાશાળી વિભૂતિ છે. તેમના પરિચયમાં આવનાર પર તેમના પ્રતિભાયુક્ત વ્યક્તિત્વનો પ્રભાવ પડયા વિના રહેતો નથી. તેઓશ્રી અનેક સદ્ગુણોથી અલંકૃત છે, તેમની કુશાગ્ર બુદ્ધિ દરેક વસ્તુના હાર્દમાં ઊતરી જાય છે. તેમની સ્મરણશક્તિ વર્ષોની વાતને તિથિ-વાર સહિત યાદ રાખી શકે છે. તેમનું હૃદય વજથીયે કઠણ ને કુસુમથીયે કોમળ છે. તેઓશ્રી અવગુણ પાસે અણનમ હોવા છતાં સહેજ ગુણ દેખતાં નમી પડે છે. બાળબ્રહ્મચારી કાનજીસ્વામી એક અધ્યાત્મમસ્ત આત્માનુભવી પુરુષ છે. અધ્યાત્મમસ્તી તેમની રગેરગમાં વ્યાપી ગઈ છે, આત્માનુભવ તેમના શબ્દેશબ્દમાં ઝળકે છે. તેમના શ્વાસે શ્વાસે વીતરાગ! વીતરાગ! નો રણકાર ઊઠે છે. કાનજીસ્વામી સૌરાષ્ટ્રનું અદ્વિતીય રત્ન છે. સૌરાષ્ટ્ર કાનજીસ્વામીથી ગૌરવવંત છે. (૧૯૯૯ પછીનું પૂ. ગુરુદેવનું મહિમાવંત ધર્મભાવનાવૃદ્ધિનું વર્ણન વાંચવું હોય તો, “શાસન પ્રભાવ' નામે પુસ્તક વાંચો.) વૈશાખ સુદ ૨, - હિંમતલાલ જેઠાલાલ શાહ વિ. સં. ૧૯૯૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨. જી Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી ક્ષપણસાર ૧૨ ૧૩ શ્રી તત્ત્વસાર ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ આદિ અનેક છે. ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસ પૂર્વક એ સત્પ્રત સેવવા યોગ્ય છે. એ ફળ અલૌકિક છે. અમૃત છે. ଚ ૪ શ્રી ગોમ્મટસાર ૫ ૬ ८ ૯ ૧૦ ૧૫ શ્રી સત્ શ્રુત. શ્રી પાંડવ પુરાણ પ્રધુમ્નચરિત્ર શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાય શ્રી પદ્મનંદિપંચવિંતિ [૨૦] શ્રીમદ્ રાજચંદ્ર (ત્રીજી આવૃત્તિ, સં. ૨૦૩૩ ) ઉપદેશ નોંધ પાનું ૬૬૯ શ્રી રત્નકદંડ શ્રાવકાચાર શ્રી આત્માનુશાસન શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા શ્રી યોગદૃષ્ટિ સમુચ્ચય શ્રી ક્રિયાકોષ ૧૧ મુંબઈ. કારતક વદ ૧૧, ૧૯૫૬ ૧૪ શ્રી લબ્ધિસાર શ્રી ત્રિલોકસાર શ્રી પ્રવચનસાર શ્રી સમયસાર શ્રી પંચાસ્તિકાય શ્રી અષ્ટપ્રાભૃત શ્રી પ૨માત્મપ્રકાશ શ્રી રયણસાર બોધ વચન ૧૦૮ સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ ૧૦૯ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ ૧૧૦ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ ૧૧૨ સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ ૧૧૧ ૧૧૩ સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ ૧૧૪ સ્વદ્રવ્યની રક્ષકતા ઉપ૨ લક્ષ રાખો (દો ) ૧૧૫ ૫૨દ્રવ્યની ધારકતા ત્વરાથી તજો ૧૧૬ ૫રદ્રવ્યની રમણતા ત્વરાથી તજો ૧૧૭ ૫૨દ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તો Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨. વિષય ભૂમિકા મતાર્થી-લક્ષણ આત્માર્થી-લક્ષણ ષપદ નામકથન ૧. આત્માના હોવાપણાની શંકા " Version 001: remember to check http://www.AtmaDharma.com for updates " " વિષયાનુક્રમણિકા આત્મા છે’ એમ સદ્ગુરુદેવનું સમાધાન " આત્મા નિત્ય નથી ' એવી શિષ્યની શંકા ‘આત્મા નિત્ય છે’ એમ સદ્ગુરુદેવનું સમાધાન ૩. ‘ આત્મા કર્મનો કર્તા નથી ' એવી શિષ્યની શંકા ‘ આત્મા કર્મનો કર્તા છે' એમ સદ્ગુરુદેવનું સમાધાન , ૪. ‘ આત્મા કર્મનો ભોક્તા નથી ' એવી શિષ્યની શંકા ‘આત્મા કર્મનો ભોક્તા છે’એમ સદ્ગુરુદેવનું સમાધાન ' ૫. ‘ જીવનો કર્મથી મોક્ષ નથી ' એવી શિષ્યની શંકા ‘ જીવનો કર્મથી મોક્ષ છે' એમ સદ્ગુરુદેવનું સમાધાન . ૬. ‘મોક્ષનો ઉપાય નથી ' એવી શિષ્યની શંકા ‘મોક્ષનો ઉપાય છે’ એમ સદ્ગુરુદેવનું સમાધાન શિષ્યને બોધબીજપ્રાપ્તિ કથન ઉપસંહાર ગાથા ૧-૨૩ ૨૪-૩૩ ૩૪-૪૨ ૪૩-૪૪ ૪૫-૪૮ ૪૯-૫૮ ૫૯-૬૧ ૬૨-૭૦ ૭૧-૭૩ ૭૪-૭૮ ૭૯-૮૧ ૮૨-૮૬ ८७-८८ ૮૯-૯૧ ૯૨-૯૬ ૯૭–૧૧૮ પૃષ્ઠ ૧ થી ૧૨૯ Please inform us of any errors on rajesh@Atma Dharma.com ૧૩૦–૧૫૩ ૧૫૪-૧૭૬ ૧૭૭-૧૮૪ ૧૮૮-૧૯૦ ૧૯૨-૨૦૬ ૨૦૭–૨૦૮ ૨૦૯-૨૨૨ ૨૨૪-૨૨૭ ૨૨૭–૨૬૧ ૨૭૫-૨૯૦ ૨૯૦-૨૯૭ ૩૧૪-૩૧૫ ૩૧૫-૩૧૯ ૩૨૦-૩૩૨ ૩૩૨-૩૭૬ ૧૧૯-૧૨૭ ૩૭૭-૩૮૬ ૧૨૮–૧૪૨ ૩૮૬-૪૩૧ Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates श्री सद्गुरुदेवाय नमः અધ્યાત્મયોગી સપુરુષ શ્રી કાનજીસ્વામીનાં * * * * * * * * * * * શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પર * * * * પ્રવચનો * * * * * * * * * * * * * * * * * & Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | શ્રી સર્વજ્ઞવેવાય નમ: અધ્યાત્મયોગી શ્રી કાનજીસ્વામીનાં આત્મસિદ્ધિશાસ્ત્ર પર પ્ર વ ચ નો ( વિક્રમ સંવત્ ૧૯૯૫-૯૬ રાજકોટમાં પ્રવચનો) આ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્ર નડિયાદમાં વિ. સં. ૧૯૫ર ની સાલમાં (આસો વદ એકમ ) લખ્યું હતું. તેમાં પૂર્વભવના સંસ્કાર સહિત પોતાનો અનુભવ જણાવ્યો છે. છ પદનો તેમાં સમાવેશ થાય છે, તે છ પદ નીચે મુજબ છે: (૧) આત્મા છે. (તે ન્યાયથી સમજાવ્યું છે.) (૨) જે છે તે હંમેશા હોય છે તેથી નિત્ય છે. (૩) સ્વભાવે તે જ્ઞાનનો કર્તા છે. અજ્ઞાનથી રાગ-દ્વેષનો કર્તા છે. (૪) વસ્તુતાએ સ્વભાવનો ભોક્તા છે. અજ્ઞાનથી હર્ષ-શોકાદિનો ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય પણ છે. આમાં ઘણા ભવના સંસ્કાર સહિત સ્વાનુભવની વાત કહી છે. શ્રી એટલે આત્માની જ્ઞાનલક્ષ્મી-કેવળજ્ઞાન; તેનું સ્વરૂપ સમજ્ય જ્ઞાનનું ચારિત્ર ( સ્થિરતા) પ્રગટીને, જ્ઞાનના પુરુષાર્થથી પૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રની શરૂઆતમાં શ્રી સશુરુ ભગવંતો વિનય કરે છે : જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ૧. પ્રથમ “સ” નામ આત્મા, અને તેને સમજાવનાર ગુરુ તે સદ્ગ. એવા સદ્ગરને નમસ્કાર કરીને કહે છે કે હું એક આત્મા જ (આત્માનું સ્વરૂપ જ ) જાણ્યા વિના અનંત દુઃખ પામ્યો, એક આત્મા જાણે સર્વ જણાઈ જાય છે. જે સ્વરૂપ એટલે આત્મસ્વરૂપ. આત્મા પોતે કોણ છે તે જાણ્યા વિના બધી કળા નકામી છે. તે સમજ્યા વિના અનંત દુઃખ પામ્યો એમ કહ્યું, પણ એમ ન કહ્યું કે અમુક ક્રિયા કે અમુક વિદ્યા વિના રખડયો. સ્વ” એટલે પોતાનું પોતાનું રૂપ તે સ્વરૂપ. જીવનું સ્વરૂપ પોતાનું અરૂપી જ્ઞાન છે. જગતનાં અન્ય દ્રવ્યો જડ એટલે કે અચેતન છે, તેમાંથી પુદ્ગલમાં વર્ણ, ગંધ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાન શ્રી કુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા રસ, સ્પર્શ છે; અને અરૂપી, નિર્દોષ આનંદમૂર્તિ આત્મતત્ત્વ છે. તે અરૂપી વસ્તુ જ્ઞાન-દષ્ટિ વડે દેખાય છે. આત્મા મન, વાણી, દેહુ વર્ણ, ગંધ, રસથી નિરાળો છે; પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, વિકલ્પ વિનાનો છે. એનું જ સ્વરૂપ છે તેને યથાર્થ ન્યાય વડે સમજ્યા વિના અનાદિ કાળથી અનંત દુઃખ પામ્યો. આમાં એમ આવ્યું કે સાચું તત્ત્વ સમજ્યા વિના, જે જાત છે તે જાણ્યા વિના અનંત દુ:ખ પામ્યો; પણ એમ ન આવ્યું કે બ્રહ્મચર્ય, વ્રત, તપ, લૌકિક નીતિ એવું બહારથી કરવાનું કાંઈ ન કર્યું એટલે દુ:ખ પામ્યો. પૂર્વ અનંતકાળમાં નિજ સ્વરૂપ સમજ્યા વિના દુઃખ પામ્યો એમ કહેતાં તેમાં ગર્ભિતપણે એમ આવ્યું કે અનંતકાળથી હું નિત્ય છું, પણ ગયા કાળમાં આત્માના સુખથી (મારાથી) અજાણ હતો, હવે સાચી સમજણ આપની કૃપાથી પામ્યો. પ્રથમ અનંત દુઃખ પામીને અનંત કાળથી ટકી રહ્યો હતો, હવે આત્મભાનથી ટકી રહ્યો છું. આત્મા અનંત કાળથી છે તે કઈ અવસ્થામાં ટકયો? અભાન વડે અનંત દુઃખને પામ્યો અને તે અનંત દુઃખની અવસ્થામાં ટકયો. “અનંત” શબ્દ, આત્મા બેહુદ–અપાર આનંદસ્વરૂપ સ્વાભાવિક તત્ત્વ છે એમ સૂચવે છે. તે ભૂલીને, હે ગુરુ! એ આનંદની અનંતી ઊંઘાઈમાં હું અનાદિ કાળથી ટકયો હતો, આત્મા અનંત (બેહદતાવાળો) છે, માટે દુઃખનો રસ પણ અનંતો જ ભોગવે છે. કોઈ કહેશે કે અનંતકાળના દુ:ખ ભેગા કરીને અનંત દુ:ખ થયાં હશે પણ તેમ નથી; એક એક ક્ષણમાં અનંત દુઃખની વેદના સહન કરી છે. આ શાસ્ત્રમાં અપૂર્વ અલાદ ભર્યો છે. શિષ્યને પોતાનું સ્વાધીનપણું ગુરુગમથી સમજાયું એટલે પોતાનો જ્ઞાનસ્વભાવ બેહદ-અપરિમિત છે તેનો ઉલ્લાસ આવ્યો છે તેનું વર્ણન કરે છે. તું શું સમજ્યો અને શું નથી સમજ્યો, જડના સંયોગમાં શું રહેલું છે અને પરથી જુદાપણુંઅસંગપણું શું, તેનો વિવેક કેમ કરવી તેનો વિચાર કર્યો નથી તેથી જ અનંત દુઃખ પામ્યો છે. અહીં શ્રી સદગુરુને નમસ્કાર કર્યો છે, તેમાં વિનય છે. નિશ્ચયથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને નમસ્કાર છે; વ્યવહારથી પોતે, ઉપકારીને (જે કેવળજ્ઞાની ભગવાન થઈ ગયા, જેમણે આત્માનું અવિરોધ સ્વરૂપ સમજાવ્યું છે તે પરમાત્માને) ઓળખીને નમન કર્યું છે. શ્રી સદ્ગુરુ ભગવંત કેવા મહિમાવંત છે તે વિષે કહ્યું છે કે ગુરુ ગોવિંદ દોનું ખડે, કિસકું લાગું પાય; બલિહારી ગુરુદેવકી ( જેણે ) આતમ દિયો બતાય પરમાત્મસ્વરૂપ ચૈતન્ય વીતરાગ ભગવાન અને જ્ઞાની બન્ને સમક્ષ દેખાય છે ત્યાં શિષ્ય પોતાનું બેહદ સુખસ્વરૂપ, સ્વાધીન સ્વરૂપ સમજાવનાર સાધકદશામાં વર્તતા એવા સદ્ગુરુને નમસ્કાર કરે છે. પોતાનો સાધકસ્વભાવ ઊઘડયો એની હોંશમાં પોતાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧] [૩ ગુણનું બહુમાન, વિનય કરે છે એટલે જ્ઞાની ગુરુ ઉપર ઉપકારીપણાનો આરોપ કરી પોતાનો પવિત્ર ભાવ મલાવે છે. ભૂતકાળમાં આત્માને સમજ્યા વિના દુઃખી હતો એટલે સિદ્ધ થયું કે પૂર્વે હું હતો અને શક્તિરૂપે આનંદમય જ્ઞાનસામર્થ્યસ્વરૂપે હતો. હવે તે જ જ્ઞાનશક્તિનો અંતરંગ ઉજ્જવળ ભાવ જે ઉઘડયો છે તે ભાવથી મારું પૂર્ણ સ્વરૂપ ઊઘડવાનું છે. અનંત દુઃખના ભોગવટાની અવસ્થાને અને નિરાવરણ પવિત્ર પૂર્ણ શુદ્ધ આત્મ-સુખના ભોગવટાની અવસ્થાને જાણનારો જ્ઞાતા ભગવાન આત્મા સળંગ જ્ઞાનમય છે; પરથી જુદો, સ્વાધીન, અસંગ, એકલો છે. રાગ, દ્વેષ, અજ્ઞાનનું છેદન કરીને નિમિત્તની અસર લીધા વિના નિર્મળ, શાંત, પવિત્ર આનંદમય છું, એ ભાવે ભવિષ્યમાં પૂર્ણ શુદ્ધ થવાનો છું-એવી ભાવના ભાવે છે. નિઃશંક બેહદ પ્રતીતિસ્વરૂપ જે સ્વભાવ ઊઘડે છે- જે ભાવ અંતરંગ જ્ઞાનબળના પુરુષાર્થથી ઊઘડે છે, તે ભાવપૂર્ણ આનંદમય શુદ્ધ સ્વરૂપની શક્તિમાંથી પ્રગટ થાય છે. અવસ્થાષ્ટિએ હજી અલ્પ અંશ ઊઘડ્યો છે તેથી મલિનતા, અધૂરાશ છે. પ્રવચનસાર અને સમયસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય તથા અમૃતચંદ્રાચાર્યદેવનો અંતરનાદ નીકળે છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ છે, અને તે સર્વશના ઘરની વાત, જાતઅનુભવથી કહીએ છીએ. આ સ્વરૂપ સમયે, શ્રધ્ધ એક-બે ભવે અવશ્ય મોક્ષ થાય છે એમ અપ્રતિહત ભાવની વાત કરી છે, પાછા પડી જવાની વાત નથી. જે સ્વરૂપ બેહદ છે, અનંત છે, સ્વાધીન છે, તેનો યથાર્થ નિર્ણય થયા પછી પાછો કેમ પડે? જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ (અનુભવની જાત ) આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. ૧. હવે આત્માર્થીને વિચારવા માટે મોક્ષમાર્ગ અગુપ્ત રીતે કહે છે - વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; | વિચારવા આત્માથીને ભાખ્યો અત્ર અગોપ્ય. ૨. આ ભરતક્ષેત્ર અને વર્તમાન કાળની અપેક્ષાએ કહ્યું છે. જે ક્ષેત્રે જે કાળે શ્રી સર્વજ્ઞ વીતરાગ ભગવાન વિચરતા હતા તે ધર્મ-ક્ષેત્રને, ધર્મ-કાળને અને તે સમયના સંતો-ધર્મામાજ્ઞાની પુરુષોને ધન્ય છે. ત્રિલોકનાથ તીર્થંકરદેવનું જે કાળે વિદ્યમાનપણું હોય તે ધર્મકાળને ધન્ય છે ! ‘કર્મ ઉદય જિનરાજનો, ભવિજનને હિતકાર'. તે કાળે કુતર્કવાદી પાખંડીનાં જોર ન હતાં. અહીં એમ ભાવ છે કે વર્તમાન પંચ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા સાક્ષાત્ વિચરે છે. ત્યાં જ્ઞાની-ધર્માત્મા સંત-મુનિઓનાં ટોળાં છે. સાક્ષાત્ સર્વજ્ઞ પ્રભુ તે ક્ષેત્રથી મોક્ષ જવાના છે, મુનિઓ છે તેમાંથી કેટલાક એ જ ભવે મોક્ષ જવાના છે, કેટલાક એક ભવ કરી મોક્ષ પહોંચવાના છે. વર્તમાનમાં એ ધર્મક્ષેત્રે સાક્ષાત્ સર્વજ્ઞ વીતરાગ ભગવાન છે અને ૨૪૬૭ વર્ષ પૂર્વે આ ક્ષેત્રે પણ હતા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તે ક્ષેત્રે તીર્થંકર ભગવાનની વીતરાગ દશા જોઈને મોટા ઇન્દ્ર, દેવ, મનુષ્ય આદિ લળી લળીને તેમને વંદન કરે છે અને અનેક લાયક પ્રાણીઓ આત્મજ્ઞાન પામે છે. કોઈ નિર્ધન નીચ કુળમાં જન્મેલો પ્રાણી પણ પ્રભુના દર્શન કરી, તેમની વાણી સાંભળી, ન્યાય વિચારી, આત્માના પવિત્ર સ્વાધીન આનંદસ્વરૂપને સમજી લે છે. મોક્ષમાર્ગ વર્તમાનમાં બહુ લોપ છે–એમ કહ્યું તેમાં એમ કહ્યું કે તે આ ક્ષેત્રે વર્તમાનમાં ધોખરૂપ નથી પણ તે પૂર્વે હતો અને હવે પછી હશે. આત્મા પૂર્ણ છે એવું શુદ્ધ સ્વરૂપનું ભાન જે કાળે વર્તે તે કાળે ભેદ નથી, વિકલ્પ નથી. આત્મજ્ઞાન થયા પછી પૂર્ણ થવામાં જે અલ્પ કાળ બાકી રહે છે તેનો ભાવે ભેદ નથી; દુઃખમ કાળને તે પોતાના માટે સુષમ કાળ માને છે. ઉદાયન રાજાનો અધિકાર છે. તેમાં તે ભાવના ભાવે છે કે અહો પ્રભુ! ધન્ય તે ગામ, નગર, સંતમુનિઓ કે જ્યાં આપ બિરાજો છો ! અહીં આપ પધારો તો વંદના કરું, મોટો મહોત્સવ રું, અને અર્પણતા કહ્યું. તેમને ત્રણ ઉપવાસ થયા છે અને ભાવના ભાવે છે કે મારા નગ૨ના બાગમાં પ્રભુ પધારે; ધન્ય ધન્ય અવતાર ! અહીં રાજાની મુમુક્ષુતા તૈયાર છે, અંતરંગ પણ તૈયારી થઈ છે. કેવળજ્ઞાન લેવાની પાત્રતા પોતામાં હતી અને નિમિત્તરૂપ સર્વજ્ઞ ભગવાનનું સહેજે વિચરવું થયું. રાજાના અસંખ્ય પ્રદેશમાં નિર્મળતા પ્રગટીને તે જ ભવે તેનો મોક્ષ થવાનો છે. વીતરાગ કોઈને આધીન નથી, સહજ તેનો વિહાર છે. પણ રાજાનું ઉપાદાન તૈયાર થયું છે એટલે નિમિત્ત મળે જ. અંતરાત્મા રાજા ઉદાયન કર્મોદયને જીતીને જાગ્યો ઊઠયો અને ભાવના ભાવી કે મહાવીર તીર્થંકર પ્રભુ મારા બાગમાં પધારે અને હું પ્રભુના ચરણમાં નમન કરું. વીતભય નગરીનો રાજા પ્રકૃતિના શુભાશુભ ઉદયને જ્ઞાનબળવડે જીતીને ચૈતન્યપ્રભુ પાસે તૈયાર થયો છે. “ત્રિકાળ કેવળજ્ઞાન કે જે આત્માનું સામર્થ્ય છે તે ફાટો ”–એમ અંદ૨નો પુરુષાર્થ જાગતાં ચિદાનંદ શુદ્ધ જ્ઞાનના ભણકારા ઊઠયા કે પૂર્ણ સ્વરૂપને પામ્યે જ છૂટકો છે. આવી ભાવના ભાવે છે અને પુરુષાર્થ ફાટયો છે અને યોગાનુયોગ સર્વજ્ઞ ભગવાનનું પોતાના રાજ્યમાં પધારવું પણ થયું. એમ પોતાના ભાવને અનુકૂળ નિમિત્ત મળ્યું. અને પોતાનો સાધકસ્વભાવ પણ ઊછળ્યો છે. પછી બાકી શું ? તે જ ભવે કેવળજ્ઞાન પામીને મોક્ષ ગયા છે. શ્રીમદ્ કહે છે કે, પૂર્વે ધર્મકાળ હતો. આત્મધર્મની ઘણા જીવોને વૃદ્ધિ હતી, પણ વર્તમાનમાં ઘણા ભાગે મોક્ષમાર્ગ લોપ છે; છતાં સમજનાર જિજ્ઞાસુ, મુમુક્ષુ પાત્ર છે તેને કહે છે કે તું મોક્ષસ્વરૂપ છો, સમજીને મોક્ષ પ્રગટ થઈ શકે છે. જે કોઈ ન્યાયથી આત્માનું સ્વરૂપ જેમ છે તેમ સમજશે તે આ લોકોત્તર માર્ગ આત્માનો વિધિ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨]. [૫ સમજશે. સમજીને આરાધશે તો એક-બે ભવે (આત્માની) આરાધના વડે સ્વતંત્ર અનંત સુખને પામશે. વર્તમાન કાળે મોક્ષમાર્ગ બહુલોપ થઈ ગયો છે એટલે સમજાય નહિ એમ નથી પણ ઘણી દુર્લભતા છે. અજ્ઞાનથી, ઊંઘી માન્યતાથી વિવેક પામવો (આત્માનો વિવેક પામવો) દુર્લભ થઈ પડ્યો છે. પાંચમા આરાના છેડા સુધી–૧૮૫૦૦ વર્ષ સુધી મોક્ષમાર્ગ રહેશે. તો પણ ઘણા લોકો સ્વચ્છંદ, મતાગ્રહને આધીન રહેવાના. જો કે જ્ઞાનીને મુમુક્ષુઓ ઓળખે છે. જેને આત્માની ગરજ છે, સાચા સુખની સુરુચિ છે, સંસારનો ભય લાગ્યો છે તેને જ્ઞાની કહે છે કે “મોક્ષમાર્ગ છે, મોક્ષનો ઉપાય છે; ' તું સમજ. આગળ આત્માર્થીનાં લક્ષણ કહેશે. આત્મા અવિકારી, પાપ-પુણ્યરહિત છે, તેવો નિર્મળ આત્મા અવિનાશી છે. જે આત્મા શુદ્ધ છે તે કેવડો છે? કેવો છે? તે વિચારવા માટે આત્માર્થીને સદુપદેશ છે. પણ જેને હિતાહિતનું ભાન નથી, જે આંધળી દોડ કરી ખોટી અર્પણતાથી ભ્રમણા સેવે છે, તત્ત્વનો વિવેક-વિચાર કરતા નથી તેને તો કહેવું જ શું? પણ જેને જિજ્ઞાસા છે તેને જ્ઞાની કહે છે કે સાચા ન્યાયનો નિર્ણય કર. સત્સમાગમથી શ્રવણ કર, મનન કર અને તુલના કર, તો જે સર્વજ્ઞ ભગવાનનાં ભાવવચન છે તેનો આશય સમજાશે. એમ “વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોપ્ય”. જ્ઞાનીનું શું કહેવું છે? તે ગૂઢ આશય સમજાય તેમ છે. જ્ઞાની, આત્મા અરૂપી, અનંત ધર્મવાળો છે એ ન્યાયથી સમજાવે છે; તે સાંભળીને વિચાર કરવો. પ્રથમ વીતરાગી પુરુષનાં વચનો સાચાં છે એવો ભાવ હોવો જોઈએ. સમજવા માટે જિજ્ઞાસાથી આશંકા થાય એ જુદી વાત છે. આગળ આવશે કે શિષ્ય કેવો વિનયી, જિજ્ઞાસુ હોવો જોઈએ. “ભાખ્યો અત્ર અગોપ્ય” તેનો અર્થ શ્રીમદે એક પત્રમાં લખેલ છે કે “શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે પણ મર્મ કહ્યો નથી.” પણ અહીં એ વાતને ગોપવ્યા વિના (છુપાવ્યા વિના) પ્રગટ કહીએ છીએ-જેમ છે તેમ કહીએ છીએ. શાસ્ત્રના ગુઢ રહસ્યો શ્રીમદે પ્રગટ કર્યા છે. અહીં કહ્યું કે આત્માર્થીએ ખૂબ વિચારવું જોઈશે; કારણ કે મોક્ષમાર્ગ ઘણો લોપ થઈ ગયો છે. “છતાં મોક્ષમાર્ગ છે, મોક્ષનો ઉપાય છે” એમ તેનો આશય છે. ત્યારે હવે આ લોકોત્તર માર્ગ કેવો હશે? લોકો મૂંઝાય છે કે અત્યારે શું કરવું? અને કહે છે કે તમે નિશ્ચયની વાત કરો છો પણ જ્ઞાનનો વ્યવહાર અમને સમજાતો નથી માટે બીજું કંઈ કહો. પણ આ તો હુજા એકડો છે; જેને આત્મા એકલો સ્વાધીન જોઈએ છે તેને પોતાની જાતનો વ્યવહાર અને નિશ્ચય સમજવો જોઈશે અને નિશ્ચય પરમાર્થને આદરવો જોઈશે. દેહની, મનની ક્રિયા તે વ્યવહાર નથી; પુણ્ય પણ વ્યવહાર નથી. વ્યવહાર-નિશ્ચય આત્મામાં છે, નિશ્ચય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વિના એકલો વ્યવહાર નથી. આમ જે ન્યાયમાર્ગ છે તેનો અનાદિથી અણઅભ્યાસ છે એટલે બીજાથી લોકો સંતોષ માની બેઠા છે અને સંતોષ માનનારા પણ પ્રમાણપત્ર આપી દે છે કે અહો ! તમે ધર્મી છો, સંવર, પ્રતિક્રમણ, ઉપવાસ, સામાયિક કરો છો એટલે પાંચમું ગુણસ્થાન વર્તે છે. પણ જ્ઞાની તે ખોટાને નહિ સ્વીકારે. કોઈ પૈસાવાળાનો પુત્ર હોય, ભણવાનું ગોઠતું ન હોય છતાં તેને પોતાના કુળની આબરૂ ખાતર ભણવું પડે છે. કશું આવડતું હોય નહિ પણ શિક્ષકો લાંચિયાલોભી મળ્યા હોય એટલે તેને લોભમાં નાખીને પોતે ઉપલા વર્ગના પ્રમાણપત્ર મેળવે. શિક્ષકો લોભને વશ થઈ પ્રમાણપત્ર આપ્યું જાય. વળી પરીક્ષક પણ એવા હોય. પણ જ્યારે કોઈ વખત સાચો ન્યાયી પરીક્ષક મળે ત્યારે તે તેની લાલચને ઠોકર મારીને ચોખ્ખું સંભળાવી દે છે કે તું જે ભણ્યો છે તે બધું ખોટું છે, એકડાને પણ લાયક નથી. એમ બધાયે સમજી લેવું. મોક્ષમાર્ગે ચાલનારાનાં ટોળાં ન હોય, કોઈ વિરલા જ હોય. છતાં બધાં જીવોમાં યોગ્યતા-પાત્રતા પૂરેપૂરી છે પણ પોતાના સામર્થ્યનો નકાર કરીને સાચું સમજવા ન માગે, રુચિ અને પરિચય ન કરે તો પોતે રખડવાને સ્વતંત્ર છે. ન સમજાય તેથી નિરાશ ન થવું પણ સત્ય સમજવાની સુરુચિ કરવી, અભ્યાસ પાડવો, પાત્રતા મેળવવી, સાચી મુમુક્ષા (મોક્ષની ઇચ્છા) થયે સદ્ગસમાગમ મળે જ. [ તા. ૨૦-૯-૩૯] પ્રથમ ગાથામાં એમ કહેવાયું કે સંસારના બંધન રહિત મારું શુદ્ધ આત્મપદ જેણે સમજાવ્યું, અણસમજણરૂપ મિથ્યાત્વ-જેનાથી અનંત દુઃખ પામત એ દુઃખનું મૂળ જેણે છેદી નાખ્યું એવા સદ્ગુરુદેવને નમસ્કાર કરીને પછી આ બીજી ગાથામાં કહ્યું કે વર્તમાનમાં મોક્ષમાર્ગનો બહુ લોપ છે. મોક્ષ તો નથી, પણ સાચી શ્રદ્ધા અને અવિરુદ્ધ ન્યાયની સમજણે સમજવું પણ બહુ દુર્લભ દેખાય છે. તે શા કારણે મોંઘુ-દુર્લભ દેખાય છે તે કહેશે. લોકો જે માની રહ્યા છે તેનાથી જુદો અપૂર્વ આત્મજ્ઞાનનો માર્ગ છે. વર્તમાનકાળમાં લોકો આત્મધર્મને અન્યથા માને છે એવી ઊંધી માન્યતા ઘણાની છે. તેનાં કારણો હવે કહે છે: કોઈ ક્રિયા-જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ૩. ત્રીજી ગાથામાં કહે છે કે મોક્ષનો માર્ગ કેમ બહુ લોપ થઈ ગયેલો દેખાય છે? કારણ એ છે કે લોકો મન, વચન, કાયાની ક્રિયામાં ધર્મ માને છે. એનાથી મોક્ષમાર્ગ માને છે; પણ આત્મા જ્ઞાનસ્વરૂપ અરૂપી છે અને આ દેહાદિની ક્રિયા જડ છે. આત્મા પરથી જુદો છે, એની રુચિ વિના, ભાન વિના અનંતકાળથી આત્મધર્મના નામે બીજું કર્યું છે. અનંતવાર યમ, નિયમ, જપ, તપ, ધ્યાન પુષ્કળ કર્યા છે. શુભ પરિણામ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩] પણ આત્માનો ધર્મ નથી કારણ કે શુભ પરિણામ તો રાગ છે, અને આત્મા અરાગી છે. વિજાતીય કારણથી સજાતીય કાર્ય થાય? ન જ થાય. જે ભાવે બંધ થાય તે કારણે છૂટકારો ન થાય. જે કારણ બંધનું હોય તે કારણે પવિત્રતા-મુક્તદશા કેમ થાય? અમુક લોકો બહિર્દષ્ટિ જીવો કહે છે કે “ભગવાને ક્રિયા બતાવી તેનો આ અધ્યાત્મની વાતો કરનારા ઉચ્છેદ કરે છે તેથી આત્મસિદ્ધિશાસ્ત્રને માનવું નહીં. શું એકલો આત્મા-આત્મા કર્યો ધર્મ થઈ જશે? માટે આપણે ક્રિયા કરવી.” હવે વિચારવાન-વિવેકી હોય તે તુલના કરે કે આત્માનો ગુણ અરૂપી જ્ઞાન–ચૈતન્ય છે; તે જ્ઞાતા-જ્ઞાયક જ છે. જ્ઞાનપણે જાણવું એ જ એની (આત્માની) ક્રિયા છે. જ્ઞાન સિવાય કાંઈ પણ કર્યું થતું હોય તો કોઈ બતાવો. અમે કહીએ છીએ કે જ્ઞાનમાં જ નિશ્ચય-વ્યવહાર છે, જડમાં નહિ. અનંતવાર નવ રૈવેયક સ્વર્ગમાં આત્મભાન વિના જનાર ભવ્ય જીવો અને અભવ્ય જીવો છે, ઘણાં તપ, ઘણાં વ્રત, શુક્લ લેશ્યા, ઊજળા પરિણામ વડે પણ આત્માના અભાનમાં જે પુણ્ય બંધાય તેના ફળરૂપે અહમિન્દ્ર દેવ અનંતવાર થાય અને અસંખ્ય અબજ વર્ષનું આયુષ્ય પણ ભોગવે, છતાં આત્માને શો લાભ? કાંઈ પણ નહિ. ત્યાં હીરા, માણેક, દેવીઓ દેખીને આસક્તિ પામી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી એકેન્દ્રિયમાં, ઢોરમાં રખડી મરશે; કારણ કે આત્માને જાણ્યો નથી. કોઈ કહે દયાથી, પુણ્યથી ધર્મ થાય, પણ એવી દયા અનંતવાર પાળી છે; રાગ આત્માનો ગુણ નથી એ વાત હજી બેઠી નથી. શાસ્ત્રમાં ઘણે સ્થળે કહ્યું છે કે - એકેક જીવ આત્મભાન વિના આત્માના નામે જ કરણી કરીને અનંતવાર નવ રૈવેયક સુધી પણ ગયો છે. લોકો જેને પુણ્ય, દયા માને છે. તે એની ઊંધી દષ્ટિથી માને છે. જ્ઞાની તેના પુણ્યપરિણામશુભભાવથી ભલું થવાની ના પાડે છે, કારણ કે તે અંતરંગ ઊંડાણમાં પોતાના રાગને, માનાદિ કષાયને પોષણ આપે છે. અનંતકાળથી જે વસ્તુની ઓળખાણ નથી થઈ તેનું શું કારણ? તેનો વિચાર યથાર્થપણે કર્યો નથી. તત્ત્વનું મનન પણ નહિ તેથી શું થાય? ઘણા લોકો શુભ પરિણામને સંવર, નિર્જરા માને છે, ત્યારે એનો આત્મા કોઈ બીજી જાતનો હશે? જ્ઞાની પુરુષોએ તો શુભઅશુભ બન્ને ભાવ રહિત શુદ્ધ ભાવની સ્થિરતાને સંવર, નિર્જરા કહ્યાં છે. આત્માની સાચી શ્રદ્ધા વિના અંતરંગ વેદન વિના અંધશ્રદ્ધાથી લોકો દેહની ક્રિયાને ચારિત્ર-ધર્મ માની બેઠા છે. શ્રીમદે તેમને ક્રિયાજડ કહ્યા છે. હેય-ઉપાદેયબુદ્ધિરૂપ વિવેક વિના પોતાને મોક્ષમાર્ગી માને તેને કોણ પરાણે સમજાવી શકે? જે ભાવે અનંતવાર બાહ્ય ક્રિયા કરી શુભ પરિણામ કર્યા તે ભાવે અકષાયી આત્માનો નિજગુણ સંવર, નિર્જરા-વીતરાગદશા તો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કદી ન થાય. લોકો માને છે તેનાથી ઘર્મ કોઈ અલૌકિક વસ્તુ છે, તેને સમજવાનો પ્રયત્ન મધ્યસ્થપણે કરવો નહિ અને આંધળી અર્પણતાથી, ઓગસંજ્ઞાએ ઊંધાને સત્ય માની લેવું તે દૃષ્ટિનો વિપર્યાસ છે. હું ચૈતન્યસ્વરૂપનો કર્તા છું; એક જ્ઞાનમાત્રનો કર્તા-ભોક્તા છું; પરદ્રવ્ય, પરભાવ, પુષ્ય, પાપ, રાગ, દ્વેષનો અકર્તા-અભોક્તા છું. તે ભૂલીને મન, વાણી, દેહાદિની ક્રિયા હું કરું છું, એના આધારે ધર્મ થશે-એમ માનનારા બાલચાલ એટલે બાળક્રીડા કરનારા છે, અજ્ઞાની છે. મન, વાણી, દેહાદિ પરમાણુમાત્ર જડની ક્રિયા અરૂપી જ્ઞાતા ચૈતન્ય કરી શકે નહિ, આત્મા ત્રણે કાળે જ્ઞાન કરે, અન્ય કંઈ પણ ન કરે. સર્વજ્ઞ વીતરાગ ભગવાને બેહદ જ્ઞાન, અનંત વીર્ય પ્રગટે છતાં એક પરમાણુ અથવા હાથ પણ તે હુલાવી ન શકે. અજ્ઞાની પણ જડની કોઈ ક્રિયા કરી શકે નહિ. બુ. દ્રવ્યસંગ્રહ ગા.-૮ ની ટીકામાં સ્પષ્ટ છે કેઃ હાથ હલાવવો એ ચૈતન્ય કરી શકે નહિ. ત્યારે આત્મજ્ઞાનથી અજાણઅજ્ઞાની કહે કે જડની ક્રિયા અમે કરીએ પણ જ્ઞાન, દર્શન, વીતરાગતા કે જે આત્માના ગુણ છે તે અમે ન કરીએ. જે થઈ શકે છે તે કરવાની ના પાડે છે એટલે પોતાનો નકાર કરે છે. લોકોને બહારથી પરનું માહાભ્ય લાગે છે. જડની ક્રિયા જે ચૈતન્યને હાથ નથી તે અજ્ઞાની અભિમાનથી કરવાની હા પાડે છે; વળી કહે છે કે કંઈ કરીએ તો પામીએ. તેના ટેકામાં જ્ઞાનક્રિયાખ્યાનું મોત: એ વાકય ટાંકી બોલે છે કે બસ અમે જ્ઞાન-ક્રિયા સાથે કરીએ છીએ; પણ ચૈતન્યની શું ક્રિયા છે તેની કાંઈ ખબર નહિ છતાં આગ્રહ રાખે એ એની જડતા છે. અનંત ભવમાં રખડવાનું મૂળ કારણ વિપરીત માન્યતા છે. જડ ક્રિયામાં મોક્ષમાર્ગ માને છે તેને ક્રિયાજડ કહ્યા. બીજો વર્ગ શુષ્ક જ્ઞાનીનો છે. સ્વચ્છેદે વિવેક વિના શાસ્ત્રના શબ્દો ધારી રાખે કે આત્મા સિદ્ધ જેવો છે, અકર્તા-અભોક્તા છે. પણ એના વિચાર કરે નહીં અને ખાલી પંડિતાઈની વાતો કરી પોતાને જ્ઞાનીપણું છે એમ માને. વળી અંતરંગ વૈરાગ્ય, ઉપશમ નહિ, ક્રોધ, માન, માયા, લોભ, મોહભાવ ટાળવાનો પુરુષાર્થ નહિ, અશુભ પરિણામનો ત્યાગ નહિ; માન, અપમાન, રાગ, દ્વેષની ઓછાશ નહિ અને આત્મા વીતરાગ છે એમ કહેવું એ શું યોગ્ય છે? તેવા જીવો વિષયભોગમાં લોલુપતા અને તૃષ્ણાપૂર્વક વર્તે છે. તેને આત્મા ચૈતન્યપ્રભુની જાગૃત્તિનો પ્રેમ નથી આદર નથી. જ્યાં જરા અપમાન થાય, નિંદા થાય કે પ્રતિકૂલતા આવે ત્યાં જે સમભાવ રાખે નહિ તેણે આત્માને જાણ્યો નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩] [૯ અહીં બે પડખાં લીધાં છે-(૧) ક્રિયાજડ (૨) શુષ્કજ્ઞાની. હવે શુષ્કજ્ઞાનીનું સ્વરૂપ કહેવાય છે. શુષ્કજ્ઞાની માત્ર વાતો કરે, શાસ્ત્રો ભણે પણ તેથી આત્માને શું? આત્મા એક અપેક્ષાએ શુદ્ધ છે તેને બદલે એકાન્ત નિશ્ચયને પકડીને કહે કે આત્માને કાંઈ રાગ-દ્વેષ છે નહિ કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે આત્મા સિદ્ધ જેવો છે. તે જ્ઞાનીનાં વચનને અને પોતાના અકષાયી આત્માને અન્યાય કરી રહ્યો છે તેની તેને ખબર નથી. ઉદય-ઉદય કર્યા કરે, પ્રારબ્ધમાં હશે તે થશે, પણ આત્માનું શું થાય છે તેની સંભાળ તો કરતો નથી. રાગ, દ્વેષ ક્રોધ, માન, માયા, લોભ, અશુભ પરિણામમાં ટકયો છે અને માને કે અમારો મોક્ષ થઈ જશે. વળી જરાય અપમાન થાય તો કાળજું કંપી ઊઠે છે. પણ ભાઈ ! તું કહેતો હતો કે આત્મા સિદ્ધ જેવો છે, રાગ-દ્વેષ વિનાનો છે તો આમ કેમ? કંઈ પ્રતિકૂળતા થાય તો દ્રષ-અણગમો અને સગવડતા મળે તો રાગ; કોઈ ખુશામત કરે; વખાણ કરે તો રાજી અને નિંદા કરે તો હૃષી; એમાં આત્મા મન, વાણી અને દેહથી જુદો છે એવો શુદ્ધ ભાવ ક્યાં આવ્યો? માટે શુષ્કજ્ઞાની પણ ભવસાગરમાં બૂડશે. જ્ઞાનીના અંતરમાં કેટલો વૈરાગ્ય હોય, નિર્મળતા હોય, ભોગ પ્રત્યે અનાસક્તિ હોય, નમ્રતા અને વિવેક હોય, અજ્ઞાની મોહી જીવ અનાચાર સેવે અને કહે કે મારો પુરુષાર્થ નબળો છે. તે ચારિત્ર-મોહનો દોષ છે, વળી ઉદયનાં બહાના બતાવે કે શાસ્ત્રમાં આમ લખ્યું છે કે ચક્રવર્તી રાજાને ૯૬000 સ્ત્રીઓ હતી છતાં જ્ઞાની હતા, અનાસક્ત હતા; એમ હું પણ અનાસક્તિથી પુણ્યના ઉદયને ભોગવું છું, એમ પારકા બહાનાં બતાવી નિર્મોહીની ઓથે “જ્ઞાની છું’ એમ માની લે તો તે અનંત જ્ઞાનીની આશાતના છે. ધર્માત્માને અલ્પ અસ્થિરતા થઈ જાય, રાગ, દ્વેષ થઈ જાય તેમ છતાં પોતાનો વૈરાગ્ય વધારે અને આત્મનિંદા કરે. પણ તેનો આગ્રહ ન હોય. તે નિર્માની, વિવેકી સંતોષી હોય છે; પણ કોઈ સ્વચ્છેદ કરે, નીતિ તજીને શાસ્ત્ર ભણે અને તેનું અભિમાન કરે તો તે શું પામશે? કોઈ શરીરથી શાસ્ત્રનો ભાર ઉપાડે, તો કોઈ કંઠથી, વળી કોઈ મન વડે ધારણા કરે, પણ તેના માન, રાગાદિકષાય ઓસરે નહિ તો તેને મુમુક્ષુપણું સંભવતું નથી. તેને સંસારની મમતા, પુણ્ય આદિનો મહિમા છે, આગ્રહુ બુદ્ધિ છે. વિષય-કષાયાદિની રુચિ છોડયા વિના આત્મા ઉપર પ્રેમ આવે નહિ. પ્રથમ ક્રોધ, માન, માયા, લોભ અને મમતા-સંસારનો પ્રેમ ઘટાડવો જોઈએ. અંતરથી આસક્તિનો ભાવ ઘટાડ્યા વિના, મમતા ટાળ્યા વિના આત્મજ્ઞાનની પાત્રતા માનવી તે બધું પત્થરની નાવ જેવું છે. ઉન્માર્ગ ને સન્માર્ગ માનનારા ઘણા છે. તે લોકોનું વર્તન જોઈને જ્ઞાની-ધર્માત્માને તેની દયા આવે છે, તિરસ્કાર ન હોય; બેઉ પ્રકારના અજ્ઞાની જોઈને જ્ઞાનીને દયા આવે છે. ભલે કોઈ શ્રીમંત-પૈસાવાળા હોય, છતાં તેમને ઉન્માર્ગે વર્તતા જોઈને જ્ઞાની તો એમ કહે કે તે ભવિષ્યના રાંકા-ભિખારી છે. વર્તમાનમાં તે ભિખારી અંતરંગમાં સાત ભય, આઠ મદથી ભરેલા છે, તેથી ભવિષ્યમાં અનાથ અવસ્થાવાળા દીન દેખાવાના છે. જગતના બધા જીવો ધર્મ પામી જાય એવી મૈત્રીભાવના જ્ઞાની ભાવે છે. જગતના બધા જીવોની કરુણા ચિંતવે છે. શત્રુમિત્ર પ્રત્યે સમભાવ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા શ્રી મહાવીર પ્રભુ ૧રા વર્ષ છદ્મસ્થ અવસ્થામાં વિચરતા હતા, એ વખતે તેમને એવા પ્રાણી મળ્યા કે જેણે તેમને ગાળો દીધી છે, ઉપસર્ગ દીધા છે છતાં તેમને ક્ષમા, બસ ક્ષમા; સામા જીવની અનુકંપા આવે છે કે અરેરે ! આનું શું થશે? ક્યાં જઈને ઊભો રહેશે? કોઈ વિપરીત આચરણ કરતો હોય તે જ્ઞાની જાણે છતાં ધીરજ રાખે; પ્રસંગ આવે ત્યારે ઉપદેશ આપે. સામો માણસ શાંતિથી સાંભળવા આવે ત્યારે જ તેનું હિત હોય તે તેને કહે. પણ જેમ, તેલના કડાયામાં તેલ ઊકળતું હોય તેમાં ડાહ્યા માણસો પાણી ન નાખે, કેમ કે પાણી સ્વભાવે શીતળ છે છતાં ઊકળતા તેલમાં નાખવાથી ભડકો થાય છે તેમ જ્ઞાની સુખ-શાંતિના દાતા છે છતાં તે દુબુદ્ધિનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિવેક કરે, તેની મોહ-દશા જોઈ તેની યોગ્યતા અનુસાર તેને ઉપદેશ આપે. ભગવાન ત્રણ જ્ઞાનના ધણી હોય છે. જન્મ સમયે તથા દીક્ષા પ્રસંગે ઇન્દ્રો મહોત્સવ કરવા આવે છે છતાં તેમના પ્રત્યે રાગ નથી અને ઘોર ઉપસર્ગ કરનારા પ્રત્યે દ્વેષ નથી. પ્રશ્ન :- જ્ઞાની પાપી જીવોને ઠપકો ન આપે? ઉત્તર :- જે અજ્ઞાની જીવો ભૂંડા ભાવથી પોતાના આત્માની હિંસા કરી રહ્યા છે તેને જ્ઞાની રોકી શકે નહિ; કારણ કે તે ઊંધા પડવા સ્વતંત્ર છે. પાંડવો ધ્યાનમાં હતા ત્યારે તેમને ધગધગતા લોઢાના મુગટ, ઘરેણાં પહેરાવવામાં આવ્યાં તેથી જીવ-કાયા જુદા થઈ ગયાં છતાં ઉપસર્ગ કરનારા પ્રત્યે અલ્પ પણ દ્વેષ કર્યો નથી; અપૂર્વ સમાધિ પ્રાપ્ત કરીને મોક્ષે ગયા છે. જ્ઞાનીની પવિત્ર જ્ઞાનદશા બાહ્યદૃષ્ટિ જીવોને કળ્યામાં ન આવે. જ્ઞાની કહે છે કે જગતના જીવો આત્માની સંભાળ નહિ કરતાં રાગ, દ્વેષ, ઇચ્છાની સંભાળ કરે છે; વળી તેઓ આત્માની રુચિ કરતાં આત્માના નામે બીજું કરી રહ્યા છે, એમ દેખીને શ્રીમદ્ કહે છે કે “કરુણા ઉપજે જોઈ ' એટલે કહે છે કે ઉઘાડા દીવા ઉપર પતંગિયા ઘસી આવે તેમ જગતના જીવો ઉન્માર્ગે ઘસી રહ્યા છે તેની દયા આવે છે. શ્રીમો એક પત્ર છે કે “આત્માની અવગણના કરનાર નિંદકોને એની ભૂલનો ઓરતો કરવાનું ટાણું આવવા દેજો.” એ વાત આજે પ્રત્યક્ષ દેખાય છે, આજે તે નિંદકો તેમની ભક્તિ કરે છે. ત્રિકાળ ન્યાયમાર્ગ જ્ઞાનીના હૃદયમાં છે. કઈ રીતે ક્રિયાજડ ગણાય અને કઈ રીતે શુષ્કજ્ઞાની કહેવાય? કઈ રીતે ખોટી માન્યતા અને કઈ વિધિએ સાચી માન્યતા તે હવે જણાવશે. બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેવું ક્રિયાજડ આંહિ. ૪. જે બાઘક્રિયા માત્રમાં જ રાચી રહ્યા છે; લૂગડાં, વેષ, વાડા, બાહ્યરૂઢિથી થતી બહિરંગ ક્રિયા, મનના, વિકલ્પ આદિમાં ઠીક-અઠીક માને છે, કોઈ પોતાની માન્યતા મુજબ વ્યવહારથી ક્રિયા કરતો હોય તો ઠીક, નહિતર અઠીક-એમ બાહ્ય ક્રિયા જે ઉદય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪] [૧૧ મુજબ થાય છે તેની ઉપર રાગ, મમતા કરે છે, દેહાદિની ક્રિયાને આત્માની ક્રિયા માને છે અથવા એનાથી મને સુખ થશે; પુણ્ય કરશું તો સુખ પામશું અથવા પરંપરાએ મોક્ષ થશે એમ માને છે તે બધા ક્રિયાજડ છે; કારણ કે હું ત્રિકાળ નિર્મળ, પવિત્ર પૂર્ણજ્ઞાનમાત્ર છું, અબંધ છું, સિદ્ધ સમાન છું, એવી શ્રદ્ધા વિના જ્ઞાતાપણું ભૂલીને મિથ્યાત્વમોહ કરે છે. દેહની ક્રિયા જે થઈ જાય છે તેને હું કરું છું એમ માને છે, બાહ્યમાં વ્રત, તપ માને, રોટલા ન ખાવા તે ઉપવાસ, સ્ત્રી સંગ ન કરવો તે બ્રહ્મચર્ય, સ્થૂલ રાગ ન કરવો તે ધર્મ, જીવ ન મરે તે દયા-આમ બાહ્ય ક્રિયામાં રાચી રહ્યા છે તેવાઓને આત્મજ્ઞાન તો નથી જ. કંઈ અંતર્ભેદ (-જીવ-અજીવના ભેદનું ભાવભાસનરૂપ ભેદજ્ઞાન) સાચી દૃષ્ટિ સહિત શુભ પરિણામ કરતો હોય તો તો પુણ્ય પણ છે. પણ આત્માના ભાન વિના, સાચી શ્રદ્ધા વિના અંતરમાં માન, સગવડતા, પુણ્યની ભાવના સેવતો હોય તો તે આત્માનો ઘાત કરનાર છે, મોહકર્મ-મિથ્યાત્વકર્મનાં અનંત પાપ બાંધે છે. બાહ્ય ચારિત્ર અર્થાત્ વચન, દેહાદિની ક્રિયા ઘણી હોય અથવા થોડી હોય એ ઉપરથી જ્ઞાનીની પરીક્ષા ન થાય. દ્રવ્ય ચારિત્રવાળો પોતાને ભલે મહાન માને પણ અંતરંગ સમાધિ-શાંતિનું વેદન નથી તેથી બાહ્ય દષ્ટિથી પાંચ મહાવ્રત, સમિતિ, ગતિ, તપ, શીલ વગેરે પુણ્ય પરિણામ શુભરાગ કરતો હોય છે, તે બાહ્ય ક્રિયાને આત્મધર્મ માનતો હોય છે, તે ધર્મને નામે ઉત્કૃષ્ટ પુણ્ય-પરિણામની રુચિ વધારતો, જે ક્રિયા મન, વચન, કાયાના યોગની થાય છે તેને પોતાની માને છે, શુભ પરિણામને ઉપાદેય (આદરણીય) માને છે એમ કર્મભાવને જ ધર્મભાવ માને છે. શુભ જોગને સંવર માને છે. શુભ જોગરૂપ સામાયિક, પ્રત્યાખ્યાન પ્રાયશ્ચિત, વ્રત આદિ કર્મભાવથી થતાં જે શુભ પરિણામ તે ઉદયભાવને ચારિત્રમાં ખતવે છે. વળી દેહાદિ જડની ક્રિયા સ્વતંત્ર જડના આધારે થાય છે તેનો તે સ્વામી થાય છે; મન-વચન-કાયાની ક્રિયા હું કરી શકું છું એમ માને છે, દેહાદિની ક્રિયાને ધર્મનું સાધન માને છે. ચેતનનું સાધન જડની અવસ્થામાં માને છે એ જ મોટું અજ્ઞાન છે. લોકોને સ્વતંત્ર તત્ત્વનો વિચાર કરવાની ધીરજ નથી. આ દેહમાં રહેલ અરૂપી ચૈતન્ય આત્માની જ્ઞાનક્રિયા અને તે સાથે એક ક્ષેત્રે રહેલાં આઠ કર્મ, નોકર્મ, મન, વાણી, દેહાદિની ક્રિયા એક સાથે જ્ઞાનમાં જણાય છે તેને મોહી જીવ પોતાની ક્રિયા, પોતાનો સ્વભાવ માનીને ભ્રમ (ભૂલો કરે છે. આ ભૂલ તે અજ્ઞાન છે-સંસાર છે. આ ભૂલ તે મારો સ્વભાવ નથી અર્થાત્ આ શુભાશુભ ભાવથી, કલુષતાથી તદ્ન ભિન્ન મારો જ્ઞાનસ્વભાવ છે એમ નિર્ણય કરી, શાંત, પવિત્ર, નિત્ય, અકષાયી, અખંડ જ્ઞાયકસ્વભાવ મારો છે એમ અંતરમાં-જ્ઞાનમાં નિર્ણય કરી, સ્વ અને પરનો વિવેક ધર્માત્મા-જ્ઞાની સદાય કરે છે; અજ્ઞાની મોહી જીવોને આ વિવેકની ગંધ પણ નથી. જ્ઞાનીને પોતાના પવિત્ર શાંતસ્વભાવનું લક્ષ સદાય હોય જ, તે કદાપિ ગૃહસ્થવેષમાં હોય તોપણ તેને યથાર્થ વિવેક અને અખંડ સ્વભાવનું લક્ષ અને પ્રતીતિ હોય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જ; વળી નગ્ન નિથિ મુનિ હોય, છઠે-સાતમે ગુણસ્થાનકે વર્તતા હોય, સ્વરૂપસ્થિરતા પણ હોય, બાહ્ય ઉદયની ક્રિયાનો જોગ ઘણો ન દેખાય તોપણ ૨૮ મૂળગુણ તો હોય છે. વળી કોઈ મુનિને બાહ્ય ક્રિયાનો-શુભયોગનો ઉદય વધારે દેખાય તોપણ તેઓ જાણે છે કે એનાથી મને ગુણ નથી. એ ઉદયની ક્રિયાથી ધર્મ નથી તે ઉદયકર્મનું સ્વામીત્વ જ્ઞાનીને નથી તેથી તેમને બાહ્ય ઉદયની ક્રિયામાં રાચવાપણું હોતું નથી. કદી બાહ્ય અસ્થિરતાનો યોગ બની જાય તેનો જ્ઞાતા-સાક્ષી રહે છે તેમાં ભળતો નથી તેથી તે ઉદયકર્મની નિર્જરા થાય છે. જ્ઞાનીને જ્યાં સુધી વિશેષપણે જ્ઞાનમાં લીનતારૂપ ચારિત્રમાં સ્થિરતા નથી ત્યાં સુધી શુભ પરિણામ થયા વિના રહેતા નથી. જ્ઞાની પોતે ઉત્કૃષ્ટ પુરુષાર્થ વધારે છે તેમાં શુભ વિકલ્પો થઈ જાય છે તે મનમાં સંબંધનો રાગ ભાવ છે, તેના નિમિત્તે ઉત્કૃષ્ટ પુણ્ય સહેજે બંધાઈ જાય છે છતાં તે પુણ્ય પરિણામનો તથા પુણ્યનાં ફળનો જ્ઞાનીને આદર નથી. જે ક્રિયા, ઇચ્છા (શુભવિકલ્પ) થઈ જાય છે તે કર્મ-ભાવને જ્ઞાની જાણે છે કે ઇચ્છા મારો સ્વભાવ નથી. “જે મારા સ્વભાવની જાત નથી તેનાથી મને ગુણ નથી” એમ ભેદજ્ઞાનની વિચિત્રતા છે (મહિમા છે.) જેને શુદ્ધ તથા અશુદ્ધ શું છે, ત્યાગ કરવા યોગ્ય શું છે, અને ગ્રહણ કરવા યોગ્ય શું છે તેની ખબર નથી તે મોહી જીવ પોતાના આત્માનો નકાર કરે છે. જ્ઞાતા જ્ઞાનમાત્ર છે એ આત્મધર્મનો તે વિરોધ કરશે. “જ્ઞાનમાર્ગ નિષેધતા” જ્ઞાનમાર્ગ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તેની નિંદા કરશે અને કહેશે કે આત્મા-આત્મા શું કરો છો? એકલો આત્મા કહેવાથી કાંઈ મોક્ષ થશે? માટે આપણે ક્રિયા જ કરવી જોઈએ, એ જ્ઞાનની માથાકુટ ન જોઈએ. એમ ક્રિયાજડના ઉપદેશમાં અંતરંગ જ્ઞાનસ્વરૂપ મોક્ષમાર્ગનો વિરોધ પ્રગટ દેખાશે–અર્થાત્ સાચા ન્યાયમાર્ગનો વિરોધ દેખાશે. સાચી સમજણમાં એટલે વીતરાગ માર્ગમાં તે વિરોધ કરનાર છે. આત્મા શું કરી શકે અને શું ન કરી શકે તેનું તેને ભાન નથી. તે કહે છે કે કંઈ કરશું તો પામશું, “કરણી પાર ઉતરણી;” માટે આપણે શુભ કરણી કરવી એ ધર્મ છે, જે આત્માની વાત કરે છે તે બધા વાતોડિયા છે. ક્રિયા કર્યા વિના ન ચાલે–એમ અંદરમાં હતું તે બહારમાં આવ્યું તેમાં સત્નો નકાર છે. અનંત જ્ઞાની કહી ગયા છે કે જડની ક્રિયા આત્મા કરે નહિ, અને મન, વાણી, દેહાદિ શુભ યોગની ક્રિયાથી આત્માને ગુણ નથી. આત્મા પરનો કર્તા નથી છતાં પરનો કર્તા કહેવો તે મિથ્યાજ્ઞાન છે, દુષ્કર્મ છે, પાપ છે. સાચા જ્ઞાનમાર્ગનો નિષેધ કરનારા ક્રિયાજડોનો અર્થ ઘણો વિશાળ છે. ઘણું શું કહેવું? જેને સાચું સુખ, સાચું હિત કરવું હોય તેણે સમજવું પડશે કે બાહ્યક્રિયા તો ઉદયકર્મનો યોગ છે; તે સહેજે થઈ જાય છે. તે પરભાવ, શુભાશુભભાવ કરવા યોગ્ય છે, મારા છે, હું કરું છું, પુણ્યાદિ કરવા જેવા છે એમ માને છે, એનો અર્થ એ થયો કે હું પરથી પુણ્ય-પાપથી જુદો નથી જે ઉદયની ક્રિયા થઈ જાય છે તેનો સ્વામી થઈ જાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪] અને માને કે હું કરું છું, તેનો અર્થ એ થયો કે જેમ ગાડા તળેનો કૂતરો માને કે ગાડાનો ભાર હું ખેંચું છું, એમ મોહી જીવ નાહક પારદ્રવ્યમાં, પરભાવમાં સ્વામીપણાનો ભાર ખેંચી અહંકાર કરે છે. મન, વાણી, દેહાદિ જડની ક્રિયાથી પુણ્ય પણ નથી અને શુભ જોગ, શુભ પરિણામથી સ્વધર્મ પણ નથી, કારણ કે કર્મભાવથી ધર્મભાવ ન થાય. જે ભાવે બંધ થાય તે ભાવે મોક્ષ તો ન થાય, પરંતુ સાધન (મોક્ષમાર્ગ) પણ ન થાય. અજ્ઞાની બાહ્ય ચારિત્રવાળાને કદી ઉત્કૃષ્ટ શુભ પરિણામ થઈ જાય તો પણ પાપાનુબંધી પુણ્ય બાંધે છે અને સાથે આત્મામાં ભૂલ કરવામાં નિમિત્ત દર્શન-મોહ એટલે મિથ્યાત્વ મોહકર્મનો બંધ થાય છે. તેનું ભાન ન હોવાથી તે મોહી જીવ એમ માને છે કે મેં ઘણું કર્યું, ભલું કર્યું. અને આ શુભ પરિણામ કરવા જેવા છે-એમ બંધભાવને મોક્ષનું સાધન માનીને અજ્ઞાનભાવમાં મિથ્યા સંતોષ માને છે. એમ પૂર્વે અનંતકાળમાં સ્વરૂપમાં ભૂલ થતી આવી છે. કોઈ એમ માને કે નીતિ, દાન પુણ્ય કરીએ તો ગુણ ઊઘડશે, પણ પોતાના સ્વરૂપનું ભાન થયા વિના તેણે જે કંઈ કર્યું છે તે અજ્ઞાન માત્ર કર્યું છે; શુભ પરિણામથી પુણ્ય બંધાય પણ આત્માને ગુણ ન થાય. વિજાતીય (પર) નિમિત્તથી સજાતીય જ્ઞાનગુણની ઉજ્જવળતા ન થાય, કારણ કે એવું તો પૂર્વે અનંતવાર કર્યું છે, તે વિષે શ્રીમદ્ રાજચંદ્રનું કાવ્ય છે કે - યમ, નિયમ સંયમ આ૫ ડ્યિો, પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો. એ કાવ્ય બરાબર વિચારવું. અહીં સાચા જ્ઞાનમાર્ગને ઉત્થાપનારા એટલે કે જેની માન્યતા, પ્રરૂપણા અને વર્તન સર્વજ્ઞ વીતરાગ ભગવાનના લોકોત્તર માર્ગથી વિરુદ્ધ હોય તેવા ઉપદેશકોની વાત છે. ન્યાયવાન પવિત્ર પુરુષોના ઉપદેશમાં વિરુદ્ધતા હોય નહિ, સાચાનો વિરોધ હોય નહિ. અત્રે એ ન્યાયની વાત થાય છે તે બાહ્યદૃષ્ટિ જીવોને નહિ બેસે. સાચી તુલના કરનારે તેનો નિર્ણય કરવો પડશે કે આજ લગી આત્માનું સ્વરૂપ જેવું માન્યું છે તેનાથી અત્રે બીજાં કહેવાય છે. તે આગમ ન્યાય, યુક્તિથી તથા સ્વાનુભવથી સિદ્ધ થઈ શકે છે જેને સાચું સમજવું છે તેણે પક્ષપાત, આગ્રહ છોડીને યથાર્થ ન્યાયનો વિચાર કરી સત્ય સ્વરૂપનો નિર્ણય કરવો પડશે. ઘણા લોકો એમ માને છે કે બાહ્ય ક્રિયા, વ્રત, તપ આદિ બાહ્ય ચારિત્રથી ધર્મ થશે. પણ આત્માનો ધર્મ શું છે તેનું ભાન નહિ હોવાથી સૌ સાધન બંધન થાય છે. આત્માનો સ્વભાવ પુણ્ય, પાપ, રાગના ભેદ રહિત કેવળ જ્ઞાતા છે-જ્ઞાયક છે, તેનો નિષેધ કરવાની દૃષ્ટિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ૧૪ ] રાખીને બાહ્ય દૃષ્ટિથી કહે છે કે મહાવીર પ્રભુ તથા ગણધરો પણ ઉપવાસ, વ્રત, તપ, આદિ દેહની ક્રિયા કરતા હતા, પણ તેઓ શું કરતા હતા તેનો યથાર્થ નિર્ણય થવો જોઈએ. પ્રથમ તો જ્ઞાની ભગવાનનું સ્વરૂપ શું અને અંતરંગજ્ઞાનક્રિયા શું તેની અજ્ઞાનીને કંઈ ખબર નથી. જે જડની ક્રિયામાં જોડાવાનું અભિમાન કરે છે તેને સર્વજ્ઞ વીતરાગે શું કર્યું તેની ખબર કેમ પડે ? રાગ ટાળીને વીતરાગ દશામાં સ્થિર થવાનો વિકલ્પ જ્ઞાનીને આવે છે, વ્રતાદિ કે ઉપવાસનો વિકલ્પ આવી જાય છે પણ તે કોઈ વિકલ્પનો આત્મા કર્તા નથી. આહાર છોડવો, એક આસને બેસી જવું, મનમાં વિકલ્પ કરવા તેમાં તથા લૂગડાંમાં, હાડકાંમાં ધર્મ હશે ? દેહાદિની ક્રિયામાં, પુણ્યપરિણામમાં ધર્મ હશે ? ના; જ્ઞાની પુરુષો મહાન પવિત્ર દશા વડે જ્ઞાનઘ્યાનમાં લીન રહે છે. બાહ્ય ક્રિયાનો શુભ જોગ સહજ હોય, રાગ ઘટતાં રાગનાં બાહ્ય નિમિત્તો છૂટી જાય. બાહ્ય જોગની ક્રિયા નિમિત્ત થતી જણાય છે, તે બાહ્ય ક્રિયા ઉ૫૨ જેનું લક્ષ છે એવા બાહ્યદૃષ્ટિ જીવોને બાહ્ય ક્રિયાનું માહાત્મ્ય આવે છે, પણ આત્મા શું કરી શકે અને શું ન કરી શકે તેનો નિર્ણય નથી. કોઈ પણ જીવ (આત્મા ) દેહાદિની ક્રિયા કરી શકે નહિ. જડ પુદ્ગલનાં ગ્રહણ-ત્યાગ કરી શકે નહિ. રાગ છૂટતાં રાગનું નિમિત્ત (બાહ્યવસ્તુ ) સહેજે છૂટી જાય છે, ત્યાગ થઈ જાય છે. જડની ક્રિયા અરૂપી જ્ઞાનન આત્મા કરી શકે નહિ. “ ત્યાગ કર્યો ” એ નિમિત્ત ટળવા સંબંધી ઉપચારની વ્યવહા૨ભાષા છે. દેહાદિ જડની ક્રિયા તે વ્યવહારધર્મ પણ નથી. , હું પૂર્ણ જ્ઞાનયન શુદ્ધ છું એવો યથાર્થ નિર્ણય તે નિશ્ચય અને પુરુષાર્થની નબળાઈરૂપ રાગને જ્ઞાનબળના પુરુષાર્થથી ટાળવો તે વ્યવહાર; ભેદજ્ઞાન વડે પુરુષાર્થ કરવો તેનું નામ વ્યવહાર. બાહ્યદૃષ્ટિ જીવો આત્માનો વ્યવહાર દેહાદિ, પુણ્યાદિ, જડની ક્રિયામાં ખતવે છે; કા૨ણ કે આખી જિંદગી એવી ઊંધી વાતોનાં ઝેરી પોષણ લીધાં છે. ખોટી માન્યતાને દૃઢ કરી હોય તેને આ નગ્ન સત્ય સાંભળતાં નવું લાગે અને ખળભળાટ થાય કે અરેરે! અમારું કરેલું બધું પુણ્ય જતું રહેશે ? એવો પોતાને ભય થવાથી જ્ઞાનમાર્ગની વાતનો નિષેધ કરે છે. સાચું સમજવાનો અવકાશ લેતા નથી એવા તત્ત્વના દ્વેષી જનો પોતાના અકષાય, જ્ઞાનસ્વરૂપી આત્માનો નિષેધ કરી રહ્યા છે; સ્વભાવની હિંસા કરે છે; કારણ કે સ્વસત્તાને પરાધીન માને છે હું પુણ્યવાળો, હું દેહની તથા રાગની ક્રિયાવાળો, મને એનાથી ધર્મ થાય, ગુણ થાય, ૫૨નું કર્યું થાય એમ માનનારા પોતાના આત્માને જડ જેવો માને છે. આત્માને ૫૨ કરે છે અને જડની ક્રિયા (૫૨ભાવ, પુણ્ય પાપ, રાગાદિ ) ને પોતાની કરે છે તેથી તેમાં સાચા તત્ત્વનો નકાર આવે છે, એવા જીવને સાચા તત્ત્વની પ્રાપ્તિ થાય નહિ અજ્ઞાનીને હું જ મારું અહિત કરું છું એવું ભાન નથી. પોતાનું અજ્ઞાન તે કાંઈ બચાવ નથી. બાહ્ય ક્રિયામાં જેનું રાચવું છે તે મોહી જીવ છે; તેણે ૫૨દ્રવ્ય તથા ૫૨ભાવથી પોતાનું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫ ] [૧૫ જુદાપણું જાણ્યું નથી, તેથી તેઓ સાચા ન્યાયધર્મનો એટલે આત્માનો નિષેધ કરે છે, સ્વસ્વરૂપ ઉ૫૨ મિથ્યાત્વમોહકર્મનું આવ૨ણ નાખે છે તેથી તે જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ દુર્લભ છે. ૪. [ હવે શુષ્કજ્ઞાની વિષે કહે છે :- ] તા. ૨૧-૯-૧૯૩૯ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. ૫. શુષ્કજ્ઞાનીઓ રાગ, દ્વેષ કષાયભાવમાં ટકીને માત્ર વાણીમાં જ કહે છે કે આત્મા તો શુદ્ધ જ છે, બંધ મોક્ષ નથી; એમ નિશ્ચયવાકયને મુખ્ય કરીને જ્ઞાનની વાતો જ કરે છે. અંતરંગ સ્વાનુભવ વિના, આત્માની સાચી પ્રતીતિ થયા વિના વાજાં (ગ્રામોફોન ) માં રેકર્ડ બોલે તેમ સ્વચ્છંદે હાંકયે રાખે. અંતરમાં રાગ, દ્વેષ, મમતા, સંસા૨ની વાસના ભર્યાં છે અને જ્ઞાનની વાતો કરે છે તે શુષ્કજ્ઞાની છે, તેમને સાચા તત્ત્વનું ભાન નથી તેથી તો તે મિથ્યાર્દષ્ટિ છે. પણ જ્ઞાનભાવ ભાવીને, ૫૨માર્થ સમજીને, અંતરંગ સહજ સ્વરૂપનું વેદન કરીને, રાગનો ભાગ ગૌણ રાખીને ૫૨માર્ચે કહે તેની વાત એક ન્યાયે સાચી છે, કા૨ણ કે ધર્મી-જ્ઞાની પુરુષનું વચન પુરુષાર્થ સહિત હોય. તે સ્વભાવની દૃષ્ટિથી કહે કે આત્મા ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે, બંધમોક્ષવાળો નથી. અજ્ઞાની–સ્વચ્છંદીને જ્ઞાની કહેવડાવવાની, મનાવવાની મીઠાશ છે; તે વાતો કરીને અભિમાન કરે અને શાસ્ત્રોની સાક્ષી આપી કહે કે આત્મામાં બંધ નથી; પુણ્ય, પાપ, રાગ, દ્વેષ કાંઈ ભેદ નથી એમ પારકે ઘે૨ (શાસ્ત્રમાં ) વાત નાખીને પોતે મનમાં શબ્દો ધારી રાખે છે અને રાગ, દ્વેષ, મોહાવેશમાં વર્તે છે. મોક્ષમાર્ગની પાત્રતાનો તે અંશ પણ પામ્યો નથી. જે કંઈ ઉદય આવે તેમાં તેટલો જ (નિમિત્ત આધીન ) રાગી-દ્વેષી બને છે અને શાસ્ત્રના બહાને જાણપણાના બહાને જ્ઞાનીપણાની વાતો કરે છે; પણ અંત૨માં મોહકષાયનો ઘટાડો નથી તેથી તે શુષ્કજ્ઞાની છે; કંઈ પણ અનુકૂળતા મળે તો તેનો રાગી અને પ્રતિકૂળતા મળે તો તેનો દ્વેષી થાય છે, એમ મોહાવેશમાં અટકયો છે અને માને છે કે હું જ્ઞાતા-દેષ્ટા છું, સાક્ષી છું એ સ્વયં અપરાધી છે. અજ્ઞાન એ જ પાપ છે. આત્મા પૂર્ણ પવિત્ર, રાગ-દ્વેષ-ઉપાધિ વિનાનો છે, આવા નિર્દોષ અકષાય આત્માને, કે ભાઈ! તું માને છે, ચાઢે છે તો જરા માન, લોભરૂપ કષાય નિંદાનું કા૨ણ આવ્યે તને અંત૨માં ડંશ કેમ આવે છે? વિષય ભોગની સગવડતા મળતાં અને સુંદર દેખાતાં મનગમતા મિષ્ટાન્નભોજનની વાત સાંભળતાં અંદ૨માં મીઠાશ આવી જાય છે; વળી આહાર ટાણે લોલુપતા ઘણી દેખાય છે; તેમજ દેહાદિ પ્રત્યે સગવડતાની મીઠાશ વર્તે છે (રુચિ છે.) તો આ વિપરીત કા૨ણો જોતાં તને પવિત્ર આત્માની રુચિ કયાં છે ? Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સંસારમાં મોહ વર્તે છે અને કહે છે કે અમે આત્માને જાણનારા છીએ. વળી આત્મામાં રાગ-દ્વેષ નથી એમ વાતો કરી સ્વચ્છંદી બની પોતાને ઠગે છે. લોકોને વાસ્તવિક પુણ્યતત્વની ઓળખ નથી. અજ્ઞાનભાવે જીવો અનંતવાર દેવગતિમાં, સ્વર્ગમાં જઈ આવ્યા છે; તેનું કારણ, મનુષ્યભવ ટાણે શુભપરિણામ-પુણ્યક્રિયા કરીને, મનવડે કષાયને એવા મંદ પાડી દીધા છે કે બહારની અલ્પ પણ અસ્થિરતા દેખાય નહિ, એવું બાહ્ય ચારિત્ર, વ્રતાદિ પુણ્યપરિણામ ઉત્કૃષ્ટ શુભભાવે કર્યા. જરાપણ અભિમાન થવા ન દઉં એવું મન મજબૂત (મક્કમ) રાખીને જોગની ક્રિયામાં શુભ પરિણામ કર્યા ત્યારે દેવલોકનું પુણ્ય બંધાયું; સાથે અજ્ઞાનભાવ હોવાથી આત્માના ગુણોનો ઘાત કરનાર અર્થાત્ સ્વરૂપમાં ભ્રમણા કરવામાં નિમિત્તરૂપ મોહનીય કર્મ પણ બાંધે છે; એમ અનાદિકાળથી બંધભાવમાં અને મોહભાવમાં જ આત્મા પોતાને ભૂલ્યો છે. આત્માની સાચી સમજણ વિના વાસ્તવિક પુણ્ય પણ નથી. અજ્ઞાનીને પાપાનુબંધી પુણ્ય બંધાય છે તે ભવિષ્યમાં પોતાના આત્માનો અનાદર કરવામાં નિમિત્ત આપશે, સત્ની આશાતના કરવામાં સાથ આપશે. માટે પ્રથમ આત્માનું સ્વરૂપ સમજો. પ્રથમ તો મુમુક્ષુનાં લક્ષણ જોઈએ. અંતરમાં વૈરાગ્ય, ઉપશમભાવ વધારો તો જ સગુણનું રહેવું (ટકવું ) થાય; સર્વ પ્રથમ તત્ત્વ સમજવાની સાચી રૂચિ દ્વારા મુમુક્ષુપણાની યોગ્ય પાત્રતા થાય ત્યારે વ્યવહારથી પ્રથમ પગથિયું કહેવાય. પણ આ જે શુષ્કજ્ઞાની કહેવાય છે તેને તો પાત્રતાની, મુમુક્ષુતાની વાત પણ દૂર છે. સાચી મુમુક્ષુતારૂપ ગુણની પાત્રતા અને સરલતા વિના કદી બુદ્ધિબળથી ઘણા શાસ્ત્રો જાણે તેથી શું તેણે આત્માનું સસાધન પ્રાપ્ત કર્યું કહેવાય? ન કહેવાય બુદ્ધિનો ઉઘાડ વધારે હોય તે ઉપરથી આત્મજ્ઞાન હોય એવો નિયમ નથી. કોઈ જીવ એકેન્દ્રિય યોનિમાંથી સીધો મનુષ્યમાં આવી ઊપજે અને વર્તમાનમાં તેને બુદ્ધિનો ઘણો વિકાસ દેખાય તેનું કારણ, તે જીવે પૂર્વે મંદ કષાય, શુભ લેશ્યાના પરિણામ કરેલા છે. આ બુદ્ધિનો ઘણો ઉઘાડ તે પૂર્વે પ્રારબ્ધની મૂડી છે. તે જીવ મોટો વકીલ હોય, એક કલાકના હજાર રૂપિયા કમાતો હોય છતાં તેણે કંઈ કર્યું નથી. ઊંધી દૃષ્ટિ વડે માન્યા કર્યું કે આ બધું હું કરું છું, મેં પુરુષાર્થ કર્યો તેથી હું આ બધું ભણ્યો, ધન કમાયો; પણ વાસ્તવિક રીતે સાચી દૃષ્ટિથી જુઓ તો, તેણે પૂર્વનું ઉદય આવેલું પ્રારબ્ધ અજ્ઞાનભાવે જાણ્યું છે. જ્ઞાનમાં ઊંધો પુરુષાર્થ કર્યો છે. કોઈ જીવે પૂર્વ ભવે શુભ ભાવ વડે જ્ઞાનાવરણીય કર્મમાં મંદ રસ નાખ્યો હોય તેથી વર્તમાનમાં જ્ઞાનનો ઉઘાડ વધારે દેખાય; હજારો પુસ્તકો વાંચી જાય, મોટો વકીલ થાય, વડો પ્રધાન થાય, ડોકટરની વિચિત્ર કળા જાણે; છતાં તેણે જડની કંઈ ક્રિયા કરી નથી, નવી શોધ કરી નથી; માત્ર તે પ્રકારનું પ્રારબ્ધ હોવાથી તેમ થયું. મેં આને આમ કર્યું એ અહંકાર તેણે કર્યો છે. એમ જ કોઈ ધર્મ સંબંધી ઘણાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫ ] શાસ્ત્રો વાંચી જાય, મનમાં ધારી રાખે તો પણ આત્મધર્મની તેને ગંધ ન હોય. કોઈ કહે કે આટલું બધું જાણુંપણું (જ્ઞાન ) મેળવ્યું તે પુરુષાર્થ નહિ? તો જ્ઞાની પુરુષો ના પાડે છે અને કહે છે કે તે પુરુષાર્થ નથી પણ પૂર્વની લબ્ધિનો ઉઘાડ થયો તે પ્રકારનો પ્રારબ્ધ ઉદય છે. એવા ઘણા જીવ હોય છે કે બહા૨નું બહોળું જ્ઞાન ધરાવતા હોય, વળી આત્માના નામે નવ પૂર્વ શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હોય, પણ તેથી શું? તે પણ ઉદયભાવમાં જ ગયું. તેને અજ્ઞાન (કુશાન ) કહ્યું છે. હું આટલા શાસ્ત્રો જાણું તો જ્ઞાની-પંડિત કહેવાઈશ એમ લોકમાં માન મેળવવા ખાતર ભણે તો તે પાપ બાંધે છે. શાસ્ત્રના ભણતર (અભ્યાસ ) વડે ધારણા કરવી તે પણ સાચો પુરુષાર્થ નથી. તે પુસ્તકો શાસ્ત્રો જાણવાની ઇચ્છાથી જ્ઞાન થયું એમ નથી પણ પોતે એકાગ્રતાથી અભ્યાસ કરે તો તેમાં શાસ્ત્રાદિને નિમિત્ત કહેવાય. પોતાની યોગ્યતાનુસાર જ્ઞાનનો જે ઉઘાડ થયો તે જ્ઞાન લબ્ધમાં હતું તે પ્રગટ થયું છે. ઉ૫૨ કહ્યું તેમ આત્માનું કાર્ય શું ? પુરુષાર્થ શું? તે સમજવું પડશે. જે કોઈ મુમુક્ષુ સાચી સમજણના લક્ષે, ન્યાય, વિધિ સહિત શાસ્ત્રોનો વિનય કરે છે, વિવેકથી, ન્યાયથી ગુરુઆજ્ઞા સન્મુખ રાખીને, તત્ત્વનો જિજ્ઞાસુ બનીને શાસ્ત્ર-અભ્યાસ કરે છે તેને તો પ્રથમથી જ લાભ દેખાય છે; કારણ કે પોતે મુમુક્ષુપણાના લક્ષણો જાણીને સાચી સમજણનો પુરુષાર્થ કેમ ક૨વો તેની વિધિ સમજવાનો જે સાચો પ્રયત્ન છે તે કરે છે. મુમુક્ષુ કોને કહીએ ? જેને સંસારથી, અજ્ઞાનથી છૂટવાનો ભણકા૨ અંદરથી આવ્યો છે, કે મારે હવે ભવભ્રમણ નથી તેને. જેણે જ્ઞાની-સત્પુરુષને ઓળખ્યા અને આત્મા શુદ્ધ છે તે વાત માની તેને હવે ભવ થશે તેવો ભય હોય નહિ. જેને તત્ત્વની સાચી જિજ્ઞાસા છે, સંસા૨નો આદર નથી એવા મુમુક્ષુ આત્માએ આ આત્મા નિશ્ચયથી ત્રિકાળ મોક્ષસ્વરૂપ શુદ્ધ જ છે એવી પ્રથમ પ્રતીતિ કરવી જોઈએ. આ જાતના ધર્મથી મોક્ષ છે એવા એક ન્યાયની અંત૨માંથી (સત્ પુરુષ સમીપે ) હા આવી એટલે તે મોક્ષને પાત્ર થાય છે. તેને અંતરમાંથી મોક્ષસ્વભાવની એવી હા આવે છે કે “હું એક ત્રિકાળ શુદ્ધ, બેહદ અખંડ શાંતિનો-જ્ઞાનનો પિંડ છું, શાયક માત્ર છું” જે જ્ઞાની પુરુષ કહે છે તે એમ જ છે, આ જાતના ન્યાયની આત્મામાંથી જે જીવને સહજ હા આવી, મનની ધા૨ણા વિના આત્માથી સત્નો હકાર આવ્યો તે સુપાત્ર જીવ ભલે ઘણાં શાસ્ત્રો ન જાણતો હોય, અલ્પ બુદ્ધિવાળો હોય છતાં અંતરમાં અકષાયી ભાવની પૂર્ણ પવિત્રતાથી આત્મા ત્રિકાળ શુદ્ધ છે-એ પૂર્ણ શુદ્ધતાના લક્ષે રાગનો ભાગ ટાળતાં, ટાળતાં નિર્મળ થઈને પૂર્ણ શુદ્ધ થઈ જાય છે. આ ન્યાયે, કોઈને માત્ર જાણપણું ઝાઝું હોય તેથી કહે અમે જ્ઞાની, પણ એ બુદ્ધિવાદીઓની માન્યતા મિથ્યા ઠરે છે; જેને આત્મસ્વભાવનું વેદન નથી, વિષય-કષાયમાં, મોહાવેશમાં વર્તે છે અને શાસ્ત્રોની વાતો કરે છે તે બધા શુષ્કજ્ઞાનીઓની બુદ્ધિ ઉ૫૨ ૫૨માર્થે મીંડા મુકાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અજ્ઞાની જે કાંઈ બોલે તેમાં અસત્ય હોય જ. તે એક ગાથા (શ્લોક) બોલતાં ત્રણ પ્રકારના દોષ બાંધે છે : (૧) તે એમ માને છે કે આ ભાષા મારાથી બોલાય છે. એટલે એ જડ રજકણોની વર્ગણાને મેં પરિણમાવી એ પ્રકારના અર્હમમકાર સેવી પાપ બાંધે છે. (૨) હું આ ભાષા બોલવા ધારું ત્યારે બોલી શકું, ન બોલવા ધારું તો ન બોલું. વળી હું સારું બોલી જાણું છું એ આદિ પ્રકારે માનકષાય સેવે છે તેનું પાપ બાંધે છે અને એ જડ વાણીના રજકણનો કર્તા તથા સ્વામી થાય છે. (૩) આ શ્લોક બોલવાથી મને પુણ્યલાભ થશે માટે હું બોલું છું. એમ એ ત્રણેમાં એ દોષ આવ્યો કે હું જ્ઞાતા નહિ પણ તે શબ્દો સંબંધી ઇચ્છા (રાગ) અને પુણ્યનો કર્તા છું. આનો સાર એમ છે કે જેને પોતાના આત્માનું અભાન વર્તે છે તેને જાણવામાં વિચારમાં અને વર્તનમાં ભૂલ(અસત્ય) હોય જ. કદી કષાય મંદ પાડે, શાસ્ત્રાભ્યાસ કરવાના પરિણામ કરે તે વખતે મન, વચન, કાયાના યોગને શાસ્ત્રવાંચન, ભક્તિ વગેરેમાં જોડે અને તે સંબંધી શુભ પરિણામ હોય તો પાપાનુબંધી પુણ્ય બાંધે. પુણ્યતત્ત્વના ફળની ઇચ્છા નથી એમ ભલે તે કહેતો હોય પણ આત્મજ્ઞાનથી અજાણ જીવો સદાય અસત્યનું જ સેવન કરે છે. તેના વચનમાં પણ નીચેના ત્રણ પ્રકારના દોષમાંથી એક દોષ હોય જ: (૧) કારણ વિપર્યાસ, (૨) સ્વરૂપ વિપર્યાસ, (૩) ભેદભેદ વિપર્યાસ, તેનો ખુલાસો (૧) કારણમાં ભૂલ. હું પરનો કર્તા છું, હું પરનું કારણ છું, અથવા પરદ્રવ્ય મારું કારણ છે-એમ કારણ વિપર્યાય હોય. (૨) સ્વરૂપમાં ભૂલ દેહાદિની ક્રિયામાં આત્માની ક્રિયા માનતો હોય, દેહાત્મબુદ્ધિ હોયએમ સ્વરૂપ વિપર્યાય હોય. (૩) ભેદભેદ વિપર્યાસ-પોતાને પોતાના ગુણથી ભેદરૂપ માનતો હોય અને પરથી જડ પુદ્ગલથી પોતાને અભેદરૂપ માનતો હોય-તે ભેદભેદ વિપર્યાસ. તેવો જીવ ઈશ્વરને સૃષ્ટિકર્તા માનતો હોય, કાં પોતાને પરનો કર્તા માને, પરથી પોતાનું જ્ઞાન થયું માને-એ આદિ પ્રકારે પોતાના સ્વરૂપને વિપરીત પણે માનતો હોય છે, તેથી તે ર૪૨=૪ કહે તો પણ તેનું ખોટું છે. આમ ત્રણ પ્રકારે દોષ કહ્યા છે. ધર્માત્મા જીવ છે તે શાસ્ત્રપાઠ કરતાં તથા ભક્તિ કરતાં નિર્જરા કરે છે, અને તેને સહેજે પુણ્ય બંધાઈ જાય છે, કેમકે તેના અભિપ્રાયમાં આગળ કહ્યા તે દોષ હોતા નથી. અજ્ઞાની મોહી જીવ પોતાને જ્ઞાની માને છે પણ તેઓ રાગ, દ્વેષ, વિષય, કષાયની રુચિમાં વર્તી રહ્યા છે તેથી તેને શુષ્કજ્ઞાની કહ્યા છે. ૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬] [ ૧૯ હવે વૈરાગ્ય વગેરે કયારે સફળ કહેવાય તે સંબંધી ગાથા કહે છે : વૈરાગ્યાદિ સફળ તો, જો સહુ આતમજ્ઞાન; તેમજ આતમજ્ઞાનની પ્રાતિતણાં નિદાન. ૬. અર્થ - ત્યાગ વૈરાગ્યની સફળતા ક્યારે? “જો સહ આતમજ્ઞાન” અર્થાત્ સાથે જો આત્મજ્ઞાન હોય તો. આત્મા પુણ્ય-પાપ અને રાગ-દ્વેષ રહિત, મન-વાણી-દેહાદિથી જુદો, નિર્દોષ, જ્ઞાતા-દેષ્ટા ત્રિકાળ પૂર્ણ શુદ્ધ છે-એવું યથાર્થ ભાન, શ્રદ્ધા અને લક્ષ કરવા માટે પ્રથમ શ્રુતજ્ઞાન દ્વારા એનું શ્રવણ, મનન અને અભ્યાસ કરવો જોઈએ. રાગ-દ્વેષ, દેહાદિની મમતાનો ત્યાગ કરવાની ભાવના જેને વર્તે છે તેને ભેદજ્ઞાનના બળ અનુસાર ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કષાયની વાસનાનો ત્યાગ થતાં બાહ્ય સંયોગનો ત્યાગ સહેજે થઈ જાય છે. જેને રાગરહિત કેવલ શુદ્ધ આત્મા જોઈએ છે તેને રાગાદિ ઉપાધિભાવમાં રુચિ ન હોય, વળી તેને ત્યાગ વૈરાગ્ય હોય જ, પણ તે ત્યાગ વૈરાગ્યની સફળતામાં પ્રથમ એવો અભિપ્રાય જોઈએ કે હું નિત્ય અકષાયી શુદ્ધ આત્મા છું, મારામાં પર વસ્તુનાં ગ્રહણ-ત્યાગ નથી, અરૂપી જ્ઞાનમાત્ર છું, દેહાદિ તથા અન્ય બાહ્ય જડ પદાર્થોથી પર છું, અક્રિય છું, જ્ઞાન જ મારું કર્મ છે. એ અવિરુદ્ધ ન્યાયમાર્ગની વિધિ સમજવાનો અભ્યાસ હોય તેને બાહ્ય ત્યાગ, વૈરાગ્ય અને કષાયનો ઘટાડો હોય, સત્સમાગમ તથા વીતરાગ ધર્મની રુચિ હોય અને જ્ઞાની પુરુષોનાં વચનોનું બહુમાન હોય. હિત શું અને અહિત શું તેની તુલના હોય તો સાચું તત્ત્વ જે અનંતકાળમાં પૂર્વે નથી સમજાયું તે સમજાય છે. વળી જે અંતર ત્યાગ, વૈરાગ્ય વડે રાગ-દ્વેષનો ઘટાડો આત્મજ્ઞાન અર્થે કરે તેને તે સાધન સફળ છે. રાગ, દ્વેષ, કષાયથી સ્વગુણની ઘાત ન થવા દેવી તે નિજ સ્વરૂપની અંતરંગ દયા અને તે પોતાના જ્ઞાનની ક્રિયા છે; તીવ્ર કષાય ટાળી અકષાયી થવાના લક્ષે મંદ કષાય કરે, વળી જ્ઞાનક્રિયાથી મોક્ષ છે એવું જો લક્ષ હોય તો તે મંદ કષાય શરૂઆતમાં નિમિત્ત સાધન છે. અલ્પ પણ રાગ, દ્વેષ મારા સ્વભાવમાં નથી અને વર્તનમાં દેખાય તે મારી ભૂલનું કારણ છે એવો વિવેક જેને છે તેને જ્ઞાનક્રિયા સફળ છે. કષાય ટાળવા માટે અંતરંગમાં સમ્યગ્દર્શનનું ગ્રહણ અને મિથ્યાત્વનો ત્યાગ તે પ્રથમ ઉપાય છે. રાગ, દ્વેષ ટાળવા માટે આત્માનું જ્ઞાનવીર્ય (બળ) કામ કરે છે, પણ બાહ્ય દેહાદિની ક્રિયા કામ કરી શકે નહિ. જડની ક્રિયાથી ચૈતન્યને લાભ ન હોય અને જડની ક્રિયા ત્રણ કાળમાં કોઈ પણ જીવ કરી શકે નહિ–આ વાત પ્રથમ જ સમજવી જોઈએ. “પાત્રે પ્રભુતા પ્રગટે” એમ પ્રથમ સાચી મુમુક્ષુતા જોઈએ. જે જમીનમાં ખારાશ હોય તેમાં અનાજ પાકે નહિ તોપણ તેને સારી બનાવવાની વિધિ હોય છે. રાગ, દ્વેષ, મમત્વ ઘટાડવા તથા દેહાદિ પરની આસક્તિ છોડવી. ત્યાગ અને વૈરાગ્ય વડે પ્રથમ ક્ષેત્રવિશુદ્ધિ કરવી જોઈએ, પણ એટલાથી સંતોષ પામવા જેવું નથી. મુમુક્ષુનાં શાસ્ત્રાભ્યાસ માટે પ્રેમ, વિનય, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વિવેક, સત્સમાગમ પ્રત્યે રુચિ, શમ, સંવેગ, વૈરાગ્ય, વગેરે ગુણો જોઈએ. તે આત્મજ્ઞાન પામવાની પ્રથમ ભૂમિકા છે. મુમુક્ષુ અનુકૂળતામાં રાગ અને પ્રતિકૂળતામાં દ્વેષ ન થવા દે ભૂલથી થઈ જાય તો તુરત અંતરંગમાં સમભાવ ટકાવે, તત્ત્વની રુચિ વધારે તો સદગુરુનો ઉપદેશ, સબોધ પોતાના આત્મામાં પરિણામ પામે. જેમ અપાત્ર અર્થાત્ ખારી જમીનમાં બીજ બળી જાય તેમ આત્મામાં મિથ્યા અભિપ્રાય, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, દેહાદિની તીવ્ર આસક્તિ રહે તો મોક્ષમાર્ગ પામી ન શકાય. વળી જેને વૈરાગ્ય નથી તેને આત્મા અનાદિ અનંત છે, શુદ્ધ છે, અસંગ છે, સ્વાધીન છે, એ ન્યાય, શ્રદ્ધા આવ્યાં નથી, તેને તત્ત્વની રુચિ પણ નથી. જેણે પાંચ ઇન્દ્રિયોના વિષયોની મમતા, લોલુપતા ઘટાડી નથી અને જે સગવડતામાં જરા અંતરાય પડે, અપમાન થાય, રાગનું નિમિત્ત મળે એ આદિ નિમિત્તોમાં આખો વેચાઈ જાય છે તેને પવિત્ર આત્મા કેમ સમજાશે? મોહી જીવને આત્મજ્ઞાનની રુચિ થાય જ નહિ. આત્મજ્ઞાન વિના મનની ધારણા વડે ઘણા શાસ્ત્રોનું જાણપણું કરે તો પણ તે ઘણું જાણપણું ઘણી ઉપાધિરૂપ છે, અશાંતિનું કારણ છે. ઉજ્જવળ અંત:કરણ વિના અંતરંગ માનાદિ કષાય પાતળા પાડયા વિના જ્ઞાનીનું અને જ્ઞાનીનાં વચનોનું બહુમાન આવે નહિ, સનો આદર આવે નહિ; જ્યાં આત્મજ્ઞાનની રુચિ નથી ત્યાં સંસારની જ રુચિ હોય. સાચી મુમુક્ષુતા વિના, ચિત્તની ઉજ્જવળતા વિના સર્વજ્ઞ વીતરાગનાં વચનો અને સાચો પરમાર્થ નહિ સમજાય. સાચી સમજણ અર્થે સાચી સમજણમાં જવાનાં નિમિત્તો જે અંતરમાં રાગાદિ કષાયનો ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, વિનય, વિતરાગભક્તિ, સરળતા, વિવેક વગેરે સાધનો છે પણ તેટલા શુભ વિકલ્પ સુધી આવીને અટકી જાય તો આત્માર્થ ચૂકી જાય. શુભ પરિણામ ઘણા કર્યા એમ માનીને સંતોષ કરે કે મેં ઘણું કર્યું તો એ બરાબર નથી. આત્માના લક્ષ વિના, પ્રતીતિ વિના એણે આત્માને હદવાળો, પરની અપેક્ષાવાળો માન્યો માટે તેનો પુરુષાર્થ ઊંધો છે. સાચી ઓળખાણ વિના કદી બાહ્ય ત્યાગ કરે અને માને કે મેં ત્યાગ કર્યો, પાંચ મહાવ્રતના શુભ પરિણામરૂપ પુણ્યક્રિયા દ્વારા મારી ઇન્દ્રિયોને જીતી,-એમ એ જડની ક્રિયાથી અથવા પુણ્યપરિણામથી ગુણ માને, તો ભલે માને, પણ તેને આત્મા સંબંધી કાંઈ ફળ નથી. કાયિક ક્રિયા, રોટલા ન ખાવા, કાયનો ઉત્સર્ગ, કાયિક બ્રહ્મચર્ય પાલન એટલા માત્રથી કાંઈ ધર્મ નથી, મન, વાણી, દેહ તે કાંઈ આત્મા નથી દેહાદિની ક્રિયાથી જો આત્માને ધર્મ થતો હોય, સંવર-નિર્જરા થતાં હોય તો વનસ્પતિ આદિને પણ ધર્મ થાય. મુક્તિશિલાનો પથ્થર એકેન્દ્રિય જીવ છે તે કાંઈ હિંસાદિ કરતો દેખાતો નથી, છતાં તેને અનંક કષાય, તીવ્ર માઠી વેશ્યા છે. લોકોને બહારનું માહામ્ય દેખાય છે. જાણે આત્મામાં કાંઈ માલ શક્તિ) ન હોય. આખી જિંદગી, દેહાદિની, યોગની ક્રિયામાં રાચનારાઓએ સામાયિક, ઉપવાસ, વ્રત, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ [૨૧ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬] તપ કરી કરી પૂંજણી ઘસી નાખી, કેટલાંય પથરણાં ફાડી નાખ્યાં છતાં “હું કોણ! હું શું કરી શકું અને શું ન કરી શકું?” તેનું ભાન નથી અને બે-ચાર ઘડી કાયાને એક સ્થાને રોકી રાખે તેને સામાયિક માને, સંવર-નિર્જરા માને, તે જોગ (યોગ) ની ક્રિયાથી આત્મધર્મ તો દૂર રહ્યો પણ પુણ્યપરિણામેય નથી. હા, શુભ રાગ હોય તો પુણ્ય બંધાય છે પણ તે આત્મજ્ઞાનપ્રાપ્તિનો હેતુ નથી. જેને પરની ક્રિયાનું મમત્વ વર્તે છે, મારું કર્યું પરમાં થાય છે એમ જે માને છે અને માનાદિ કષાયમાં વર્તે છે તેને મુમુક્ષુની નીચલી ભૂમિકા પણ નથી. સાચા અભિપ્રાય (આત્મજ્ઞાન) વિના અનંત કાળથી સંસારમાં રખડવું થયું. ત્યાગ વૈરાગ્ય મનમાં ધારી રાખ્યો, માન-અપમાન પ્રત્યે બાહ્ય સમભાવ પણ ઘણો રાખ્યો, કષાય ન કરવાનો ભાવ પણ મનથી રાખ્યો તેથી પુણ્યપરિણામ થયો પણ ભવમુક્તિ થઈ નહિ; કેમકે શુભ કર્તવ્ય મારું છે એમ માન્યું, તેથી પરભાવનો કર્તા થઈ તેમાં રોકાણો-અટક્યો. પ્રથમ તે પાપમાં ટકયો હતો, હવે વર્તમાન શુભ પરિણામમાં ટકયો. આત્માના લક્ષ વિના, પ્રતીતિ વિના પાપાનુબંધી પુણ્ય બંધાય છે. એ પુણ્યબંધ કરવાની કથા તો જીવે અનંતવાર સાંભળી છે. અહીં મોક્ષકથા થાય છે એટલે કે પુણ્યપાપરૂપ સંસારનો (અજ્ઞાનનો) નાશ કરવાની કથા છે. લોકોએ સહેલામાં ધર્મ માની લીધો છે. સંસાર પ્રત્યે દ્વેષ કરવો, નિંદવો તેને વૈરાગ્ય માને છે. આત્મા શુદ્ધ છે એમ જીવ મનમાં ધારી રાખે છે પણ આત્માની પ્રતીતિ નથી; લક્ષ નથી અને લોકોને કહે-હું દરરોજ વ્રતાદિ પાળું છું સામાયિક કરું છું, કાયમ રાત્રિના ચબિહારપચ્ચખાણ, પ્રતિક્રમણ, એકાસન વગેરે ક્રિયાઓ કરું છું, પાખીના ઉપવાસ તો કેટલાંય વર્ષોથી કરું છું એમ દેહાદિ જડની ક્રિયાથી પોતે સંતોષ માને છે; પણ વચનની-દેહની ક્રિયા આત્મા કરી શકે નહિ તેનું ભાન નથી તેથી તેને અજ્ઞાનથી કરાતી ક્રિયાનો મિથ્યા સંતોષ વર્તે છે. તેને સમજાવનારા ઉપદેશક પણ તેના જેવા જ મળી રહે છે. આ મોહી જીવોને સાચો સંતોષ અને વિશ્વાસ હોતો નથી તેથી બીજાને પૂછે છે. પોતાને જે ગોઠયું છે તેની પુષ્ટિ માગે છે. તેને અનુકૂળ (નામધારી) મુનિ પાસે પ્રમાણપત્ર માગે છે. મિથ્યાત્વને પોષણ આપનાર તેના અજ્ઞાનભાવને પોષણ આપે છે, તેનાથી પરસ્પર સંતોષ માને છે. વાસ્તવિક સત્ય હોય તે બીજાના હુકાર-સંમતિ ઉપર આધાર રાખતું નથી. મોહી જીવોને જે અનુકૂળ હોય તેનાં તે માંહોમાંહે વખાણ કરે છે, માખણ ચોપડનારા કહે કે અહો ! તમે ઘણું કર્યું. ભારે ધર્મવાળા છો. એમ બંધભાવરૂપ પુણ્યપરિણામમાં પોતાનું હિત માને છે પણ આત્મા શું છે? કેવો છે? કેવડો છે? અને શું કરી શકે છે? શું નથી કરી શકતો? તેનું ભાન નથી. ધર્મ અને ધર્મીના નામે નાહક અભિમાન કરે છે. અજ્ઞાનપૂર્વક પુણ્યબંધના ભાવથી રાજી થનારાને એ જડના સોજાના સગપણ કયાં લગી! ચૈતન્ય ભગવાનને માથે એ ગૂમડાં છે. નિરોગી પવિત્ર આત્માને પુણ્યરૂપ અનિત્ય, વિકારી પ્રકૃતિના સોજા શા? એ સોજા અંદર ફાટશે, રોગપણે ઊતરશે ત્યારે અંદર લાય (અગ્નિ) થશે. બહારની અનુકૂળતામાં તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨] [ ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મોહી મિથ્યા સંતોષમાં મનને રાજી રાખીને પુણ્યાદિ ક્રિયાથી ધર્મ માની રહ્યો છે, પણ આત્મામાં ભય, શંકા, અશાંતિ વર્તે છે. જ્યારે મરણનાં ટાણાં આવશે ત્યારે શંકા, ભય અને આર્ત-રૌદ્ર ધ્યાન કરશે, પસ્તાવો કરશે કે ભવ હારી ગયો, હવે ઉતારા કયાં કરશું? મરીને કયાં જશું? કાલે શું થશે? એમ સાત ભય અને આઠ મદથી ઘેરાયેલો મારું શું થશે તેની મૂંઝવણમાં ભાવ-મરણ કરે છે. આયુષ્યના છેડે પણ કોઈ જીવ ભૂલને સમજે, સત્નો આદર કરે, સાચું પ્રાયશ્ચિત કરે અને સમજણની રુચિ કરે તો ઇષ્ટ છે; મેં આજ લગી જે માન્યું તેનાથી જુદો આત્માનો ધર્મ છે, અપૂર્વ છે-એમ વિચાર કરે અને મતાગ્રહ, પૂર્વાગ્રહ છોડે તોપણ ઉત્તમ છે, હિતનું કારણ છે. અનાદિ કાળથી મોહી જીવો ધર્મના નામે પોતાનું અહિત કરી રહ્યા છે. જેને અધર્મમાં ધર્મબુદ્ધિ છે તેને સર્વજ્ઞ વીતરાગી ભગવંતોએ નિસ્પૃહ કરુણાથી સઉપદેશ આપ્યો છે. તે જાણીને જ શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે જે લશે, જે ભાવે રાગ, દ્વેષ, મમતા ટળે એવી જ્ઞાનક્રિયાને પ્રથમ અંતર ત્યાગ-વૈરાગ્ય વડે અવગાહો; પણ ત્યાગ-વૈરાગ્ય માત્રથી આત્મજ્ઞાન નથી, કેવળ ત્યાગવૈરાગ્યમાં અટકો નહિ. અષાયી સ્વરૂપને અકષાયી દૃષ્ટિ વડે સમજો, સમજવા માટે આગળ વધો, યથાર્થ પાત્રતા મેળવો. આત્મા શુદ્ધ છે, અવિકારી છે-એ લક્ષ, જ્ઞાનવીર્ય (પુરુષાર્થ) ફોરવવાથી રાગ, દ્વેષ, મોહ ટળી જાય છે. હું જ્ઞાયક છું, જ્ઞાનમાત્ર છું, શુદ્ધ છું એ નિશ્ચય; અને અંશે અંશે આત્મસ્થિરતા તે તેનો વ્યવહાર-એ જ્ઞાનની ક્રિયાનો પુરુષાર્થ છે. માટે દેહ તથા પુણ્યાદિની ક્રિયાના મમત્વનો ત્યાગ કરી, શુદ્ધ આત્માને શુદ્ધ પરિણતિ વડે ગ્રહણ કરો એમ જે અનંત જ્ઞાની ભગવંતો નિઃસ્પૃહ કરુણાથી કહી ગયા છે તેની ના ન પાડશો, સત્નો અનાદર ન કરશો. સત પુરુષોએ કહેલાં ભાવવચનો સમજો. મિથ્યા અભિપ્રાયનો ત્યાગ કરી સમજો. મન, વાણી, દેહ, પુણ્ય, પાપ, રાગ, દ્વેષથી ભિન્ન અતીન્દ્રિય આત્માને ભૂલીને લોકો બાહ્યક્રિયાથી કે શુભ પરિણામ-પુણ્યપરિણામથી ધર્મ માને છે, પણ તેમાં ખરેખર આત્માનો ધર્મ નથી. તીવ્ર કષાય હોય તો શુભભાવ પણ નથી. જ્ઞાની પુરુષ એમ કહે છે કે શુભભાવની ક્રિયા મોક્ષમાર્ગ નથી તો પછી અશુભ ભાવે માનાદિ કષાયને પોષણ આપનારાઓ મોક્ષમાર્ગ સમીપ કયાંથી હોય? જીવો માને છે કે અમે ધર્મ કરીએ છીએ, પણ માનાદિકષાય, રાગ, દ્વેષ વગેરે અનેક પ્રકારે અનાચાર સેવે છે અને પોતાની જાતને ઠગે છે. કષાય ઘટાડ્યા વિના પુણ્ય નથી પણ પાપ છે. દેહની ક્રિયાથી પુણ્ય નથી, શુભ પરિણામ પણ નથી, તો પછી આત્મધર્મ ક્યાંથી હોય? ન જ હેય. જ્ઞાનીનો વિરોધ કરનારા જીવો દરેક કાળે હોય છે. બાહ્યદૃષ્ટિ જીવો સોંઘામાં ધર્મ બતાવી દે છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા પવિત્ર આત્મા આ લોકમાં હતા ત્યારે તેમની નીંદા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૩ કરનારા પણ હતા અને કહેતા કે અમે માનીએ છીએ તેનાથી નવું કહેનાર આ કોણ જાગ્યો ? મહાવીર ભગવાને ચારિત્ર-ક્રિયા સ્થાપી છે તેને ધર્મ માનવાની ના કેમ પાડે છે? પણ સત્ય શું છે? તેને ન્યાયથી મધ્યસ્થપણે વિચા૨વાની ધીરજ રાખે ત્યારે સમજાય કે ભગવાન કોણ હતા અને કઈ ક્રિયા કરતા હતા. શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬] આ અપૂર્વ તત્ત્વનો વિચાર કરવા માટે પ્રથમ પાત્રતા જોઈએ, તેના જ મૂળમાં (શરૂઆતમાં ) વાંધા છે. જ્યાં સુધી આત્મજ્ઞાન પામ્યો નથી ત્યાં સુધી મોહી જીવ અનંતજ્ઞાનીની આશાતના કરે છે, નિશ્ચયથી તો તે પોતાના આત્માની અનંતી આશાતના છે. જ્ઞાનીની નિંદા કરે, જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરે તે જીવ મહામોહનીય કર્મ બાંધે. કોઈ અજાણતાં ભૂલ કરે તોપણ અજ્ઞાન એ બચાવ નથી. સાચું હિત કોણ સમજાવે ? અજ્ઞાન, મોહરૂપ અંધકાર નાશ કરવાની વાત, મોક્ષમાર્ગની વાત કોણ સંભળાવે ? સત્ય મોક્ષમાર્ગના ઉપદેશક હોય તે જ સાચા હિતની વાત કરે. માતાની મશ્કરી કરાય નહિ, તેમ સાચા મોક્ષમાર્ગના ઉપદેષ્ટાનો અનાદર કરાય નહિ. લોકો આત્મધર્મના નામે ક્રિયાકાંડમાં દંભ, મિથ્યા આગ્રહ અને અજ્ઞાન-કષ્ટ કરી રહ્યા છે, તેનું વર્ણન કરતાં પા૨ આવે તેવું નથી. ત્રણ કાળે જ્ઞાની પોકા૨ ક૨ી ગયા છે કે “ જ્ઞાનક્રિયા જ મોક્ષમાર્ગ છે.” આત્મામાં મોક્ષ છે અને મોક્ષનું સાધન આત્મામાં છે; વચ્ચે ઉદયવશાત્ બાહ્ય ક્રિયા જણાય, એવા યોગાનુયોગ દૈહિક ક્રિયાનું નિમિત્ત દેખીને લોકો ભ્રમમાં પડયા છે કે આ ક્રિયાથી ધર્મ થાય છે. આવા મિથ્યાગ્રહમાં બંધાણા, સંપ્રદાયના પક્ષ-ગચ્છમતના આગ્રહ વધ્યા અને ધર્મને નામે ધર્મનાં અજીર્ણ થયાં. અજીર્ણ સંબંધી એક ચૌભંગી કહી છેઃ ૧. જ્ઞાનનું અજીર્ણ=ગર્વ, તિ૨સ્કા૨, બીજાનો અનાદર કરવો તે. ૨. આહા૨નું અજીર્ણ=પેટમાં દુ:ખવું તે. ૩. તપસ્યાનું અજીર્ણ=ક્રોધનું ભભૂકવું, કલુષતા. ૪. ક્રિયાનું અજીર્ણ=પોતે માનેલી ક્રિયા બીજા ન કરે તો તેની નિંદા કરે; હું કાંઈ કરું છું, બીજાથી હું કાંઈક ઠીક છું અને જેને બહા૨ની ક્રિયા દેખાતી નથી તેને પોતાનાથી હલકા માને. એ પ્રકારે પોતાને મહાન્ માને અને બીજાને તુચ્છ માને છે. આવા અજ્ઞાનભાવથી આત્માને બચાવો એમ અનંતજ્ઞાની નિસ્પૃહ કરુણાથી પોકાર કરી જગતને કહી ગયા છે તેમના અમૂલ્ય વચનોને કોણ દાદ આપશે ? પરીક્ષકશક્તિ વિના, પોતાની પાત્રતા વિના યથાર્થ સમજણ ક્યાંથી થાય ? માટે યથાર્થ સમજો. કહેવાનો આશય એ છે કે અંતરંગમાં ક્રોધ, માન, માયા, લોભનો ઘટાડો તથા ત્યાગ-વૈરાગ્ય, વાસનાનો ઘટાડો વગેરે શુભ પરિણામ હોવા છતાં આત્મજ્ઞાન વિના તે વૃથા છે. ભારરૂપ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે. આત્મજ્ઞાન હોય અથવા આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ હોય તો અંતરંગ ત્યાગ, વૈરાગ્યાદિનું સફળ૫ણું છે. કષાયાદિ મમતા તથા દેહાદિની આસક્તિના ત્યાગ વિના, માત્ર દેહાદિની ક્રિયા તપશ્ચર્યા, ઉપવાસ વગેરે ક્રિયાથી તો પુણ્ય પણ નથી. રાગ, દ્વેષ, માન, માયા, લોભ, તૃષ્ણાનો ઘટાડો, સાચું સમજવાની તીવ્ર જિજ્ઞાસા, સરલપણું એ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્ત થાય છે. જગતમાં બે પ્રકારના ઉન્માદી જીવો છેઃ (૧) ભૂત વ્યંતરાદિથી પકડાયેલા અને (૨) મોહનીય કર્મમાં પ્રેરાયેલા. મોહભાવમાં ઘેલા થયેલા ધર્મના નામે ક્રિયાકાંડ ખૂબ કરે. કાયકલેશ, વ્રત, તપ, બ્રહ્મચર્ય વગેરે જડની ક્રિયાનું અભિમાન કરે પણ તે આંધળી દોડ છે–ગાંડપણ છે. બાહ્ય સાધનથી જ્ઞાન થતું નથી તેથી તે ઊંધો પુરુષાર્થ છે. ભૂત પ્રેતના કારણે ગાંડપણનો યોગ તે પ્રકૃતિના નિમિત્તની ઉપાધિ છે. તે પુણ્યના ઉદયે ટળી જાય છે, પણ જે મોહભાવમાં મસ્ત, દારૂ પીધેલા જેવા છે તેને આત્મા કેવો છે? કેવડો છે? શું કરી શકે છે તેનું ભાન નથી; તે અશાંતિથી દુઃખી છે. તે પોતાના આત્માની અનંતી આશાતના ભાવહિંસા કરી રહ્યા છે. આ મોહભાવનો ત્યાગ થવો બહુ મુશ્કેલ છે. દેહાદિ જડની ક્રિયા મારી કરી થાય છે, પુણ્ય મારાં છે, પુણ્યાદિથી ધર્મ થાય છે વગેરે અનેક પ્રકારની ઊંધી માન્યતા હોય છે. તેવા બાહ્ય દેષ્ટિ મોહી જીવોનો ઉન્માદ મટવો દુર્લભ છે, કારણ કે તેની ઊંધી માન્યતાને કોઈપણ પરાણે છોડાવી શકે તેમ નથી. ભૂતાવિષ્ટપણું તો કોઈ મંત્રાદિથી કે પુણ્યના યોગથી ટળે છે પણ આ મોહથી ગાંડો થયેલો જીવ ઊંધો પડ્યો પણ સ્વાધીન છે; કેમકે તેને કોઈ પરાણે સમજાવી ન શકે. જેને પરમાર્થે હિતઅહિતની પરીક્ષા નથી, કષાય તથા અકષાય, જ્ઞાન તથા અજ્ઞાનનો વિવેક નથી એવા મોહી જીવોને કોઈ પણ સમર્થ જ્ઞાની સમજાવી શકે નહિ. એટલે ભગવાને કહેલ છે કે અજ્ઞાન જેવું કોઈ મહા પાપ નથી. મોહનીયથી ગાંડા થયેલ જીવોનું વદન મહા આકરું છે. અનંત દુઃખનું કારણ છે, એમ ક્રિયાકાંડમાં રાચતા જીવોને કહ્યું કે અજ્ઞાનવશ બાહ્ય ક્રિયાકાંડથી ધર્મ તો નથી પણ જો રાગ, વૈષ, મમતા, આસક્તિ, ક્રોધ, માન, માયા, લોભ ઘટાડ્યા નથી તો તેને આ ક્રિયાકાંડ નિમિત્તે પુણ્ય પણ નથી, વૃથા કાયાકલેશ કરે છે. અહીં શુષ્કજ્ઞાનીને કહ્યું કે તારે આત્માની પવિત્ર દશા જોઈએ છે છતાં રાગ, દ્વેષ, મોહનો તો ઘટાડો કરતો નથી; તૃષ્ણા, મમતા ઘટાડયા વિના માત્ર વાતો કરનારા છો, સાચા ન્યાયને સમજ્યા નથી, આત્મજ્ઞાનના નામે વાતોથી, મનના વિકલ્પથી સંતોષ માનીને સ્વચ્છેદમાં અટક્યા છો તેથી ભવસાગરમાં ડૂબશો. જેને સાચું હિત કરવું છે તેણે શરૂઆતમાં જ મુમુક્ષુતા પ્રાપ્ત કરવી જોઈએ, સ્વચ્છેદ તથા માનાદિનો ત્યાગ કરી સાચા અભિપ્રાય અર્થે કષાય પાતળા પાડવા જોઈએ. નિંદા, સ્તુતિ, શાતા, અશાતાદિ દરેક પ્રસંગમાં સમભાવ જાળવવાનો પુરુષાર્થ જોઈએ. આ પ્રથમ યોગ્યતા વિના સાચા સુખની ગંધ પણ નથી. કારણ નથી તો કાર્ય ક્યાંથી પ્રગટે? પાત્રતા વિના પ્રભુતા પ્રગટે નહિ. વર્તમાન પાત્રતા દેખાતી નથી તો આત્મજ્ઞાન કયાંથી પ્રગટે? તે કાંઈક આત્મામાં વિચારો, અંશે પણ પવિત્રતા લાવો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬] [ ૨૫ શ્રીમદ્ રાજચંદ્ર ઉત્તમ વચનો કહ્યાં છે; સમજણમાં ઉતારવાની ગરજ કોને છે? શુક્લ અંત:કરણ વિના જ્ઞાનીનાં વચન હૃદયમાં કેમ ઊતરશે? સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા અને જ્ઞાની પ્રત્યે બહુમાન જોઈએ. આત્મા નિર્મળ-રાગ રહિત છે તેનો પ્રેમ એટલે સંસારનો પ્રેમ નહિ. દેહાદિની મમતાનો અભાવ કરવા દેહાધ્યાસ ટાળવાનો ખાસ પ્રયત્ન જોઈએ. સંસારના વિષયભોગની અનિચ્છા, ઉદાસીનતા, અંતરવૈરાગ્ય પ્રથમ જોઈએ. જે આત્મામાં સમભાવ નથી તે જરાપણ જતું કરી શકે નહિ. અગવડતા સહી ન જાય અને પોતાને જ્ઞાની માને છે તો આત્માનો સ્વભાવ પવિત્ર જ્ઞાતાદેષ્ટા છે એવી તારી શ્રદ્ધા જૂઠી છે. સાચી શ્રદ્ધા વિના સ્વચ્છેદ અને અનાચાર જ પોષાય છે. આ પ્રકારે જગતના જીવોને સ્વચ્છંદનું પોષણ ખૂબ મળ્યું છે તેથી પરદ્રવ્યથી અને પરભાવથી જુદો, મમતા અને રાગરહિત તથા પવિત્ર સુખમય જ્ઞાનઘન આત્મા છે તેમાં રહેવું ગમતું નથી, કારણ કે પોતાને પરવસ્તુમાં સુખબુદ્ધિ છે તેથી પોતાનો આત્મા જ પોતાને ગોઠતો (ચતો) નથી. બાહ્ય વિષયોમાં, પરાધીનતામાં, ઉપાધિમાં ફાંફા મારે છે, તેમાંથી સંતોષ ઇચ્છે છે; વળી મનમાં ધારી રાખે કે આત્મા શુદ્ધ છે, આત્માને કાંઈ નથી. જે છે તે દેહને છે. પણ હે ભાઈ ! દેહને જરા અગવડતા જણાય, અપમાન થાય, અણગોઠતું થાય તેમાં તારો આત્મા તીવ્ર કષાયમાં જોડાઈને કકળી ઊઠે છે તે શું કહેવાય? રાગ-દ્વેષવાળી લાગણીમાં આખો આત્મા વેચાઈ જાય તેનું ભાન નથી; આત્મા પરથી જુદો, અવિનાશી, અરાગી છે એ ન્યાય તને કેમ બેસશે? સંસારની ઉદાસીનતા તથા વૈરાગ્ય વિના દેહાદિની મમતા કેમ ઘટે? આવી રીતે શુષ્કજ્ઞાની, ક્રિયાજડ અને લૌકિક નીતિના પાલક-ત્રણે આત્માના નામે ઉન્માર્ગે છે, અને તેથી તેઓ આંધળી દોડ દોડે છે. પુણ્ય, પાપ, દેહાદિની ક્રિયારહિત પવિત્ર આનંદમય છું, જ્ઞાતા-દેષ્ટા છું' એવી સાચી શ્રદ્ધા અને અનુભૂતિ તથા અંતરંગ સ્વાધીન સુખનું વેદના થવા માટે પ્રથમ તત્ત્વવિચાર વડે વિષય-કષાયની રુચિનો ત્યાગ કરવો જોઈએ. અને સાચી જિજ્ઞાસાથી તત્ત્વનો અભ્યાસ સત્સમાગમ દ્વારા કરવો જોઈએ. ઘણા જીવો બાહ્ય ક્રિયારૂપ ચારિત્ર અને લૌકિક નીતિ પાળનારા હોય છે, શુભ પરિણામરૂપ સમભાવ રાખતા હોય છે, તેમાં કદી અધ્યાત્મશાસ્ત્રો વાંચવા મળે એટલે બસ! અમને જ્ઞાન-સમજણ છે એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તે છે, તેઓ પણ પરમાર્થ રહિત છે. આત્મજ્ઞાન થયા પછી તો નીતિ, શીલ આદિ ગુણો સહજપણે વધતા જાય છે. આત્મજ્ઞાન થયા પહેલાં બાહ્ય ચારિત્ર આદિ ગુણો હોય તો આત્મજ્ઞાન થયા પછી તે ગુણો સદ્ગુણપણે દેઢ થવા જોઈએ. તેથી જ્ઞાની પુરુષ સ્વચ્છંદી જીવોને કહે છે કે તમે આત્મજ્ઞાન પામ્યા હો એમ માનો છો અને અશુભ આચારને ઉદય-ઉદય કહો છો, પણ તમારા અંતરમાં ક્રોધ, માન, કામના વગેરેની અગ્નિ બળે છે. ત્યારે તું આત્મજ્ઞાની શાનો? તું ત્રણ કાળના ભોગનો ઇચ્છુક છો, પાંચ ઇન્દ્રિયના વિષયો અને સુંદર રૂપવતી સ્ત્રી દેખીને તારી દૃષ્ટિ મોહમાં પડી જાય છે, પાંચ ઇન્દ્રિયના ભોગનાં નિમિત્તો દેખીને અંતરમાં ગલગલિયાં થાય છે, મીઠાશ વેદાય છે ત્યાં આત્મજ્ઞાન કયાંથી હોય? ન જ હોય. જે ત્રણે કાળના ભોગની તથા સ્વર્ગના ઇન્દ્રાદિનાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુણ્યની ઇચ્છા કરતો નથી, સર્વથી નિર્મમત્વી છે, એવા મુમુક્ષુ ધર્માત્મા જ્ઞાની (ગૃહસ્થ હોય અથવા મુનિ હોય) સાધકદશામાં હોય ત્યાં સુધી તેને અલ્પ અસ્થિરતા ચારિત્ર મોહવશ દેખાય છે. જે કંઈ મનના સંબંધથી વિકલ્પની વૃત્તિ ઊઠે તેનો તેને આદર નથી, વળી તેને સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય, ઉદાસીનતા વર્તે છે. “હું અનંત શાંતિમય જ્ઞાયક છું.” એવી માન્યતા પૂર્વક પોતાના નિર્દોષ (સહજ) આનંદની મોજ (સ્વસ્વરૂપદમણતા) નિરંતર અનુભવતો હોય છે તેથી તેને વિકારી પ્રલોભનની નિમિત્ત ઇન્દ્રાણીઓ, રૂપસુંદરીઓ લલચાવે તો પણ તેને અંતરમાં ત્રિકાળ ક્ષોભ ન થાય એવો સહજ આનંદનો સંતોષ તેને પોતામાં હોય છે. બહારથી સંસારી વેશમાં ગૃહસ્થપણે રહેવું પડતું હોય છતાં સાંસારિક પ્રસંગોને ઝેર જેવા માને છે. ગૂમડાં થયાં હોય તેની દવા ન છૂટકે કરે તેમ આહારપાન, ગૃહવાસ વગેરે પ્રસંગોમાં તે ઉદાસીનતાથી વર્તે છે. આગળ જે શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ કહ્યા તેમને સ્વચ્છંદતા ઘણી છે. મંદ કષાય-શુભભાવ કોને કહેવાય તેનું પણ ભાન નથી અને માને કે અમે શુભમાં પ્રવર્તીએ છીએ, મુમુક્ષુ છીએ; તો જ્ઞાની કહે છે કે તેવું માનવું મિથ્યા છે. જેને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ છે તેને મુમુક્ષુ ન કહીએ. બાહ્યથી કદી પુણ્યાદિ ભોગ-સામગ્રીનો યોગ ન દેખાય તેથી હું તેને અનાસક્ત-નિઃસ્પૃહ માને તો તે મિથ્યા છે. તેને અંતરંગમાં સંસાર સંબંધી આદર પડ્યો છે, પાંચ ઇન્દ્રિયના વિષયોની વાસના અવ્યક્તપણે છે, તેનું તેને ભાન નથી. જ્યાં સુધી સંસારના કોઈ પદાર્થની ઇચ્છા છે ત્યાંસુધી તેને ત્રણ કાળના પદાર્થની ગુસપણે ઇચ્છા છે. મલિન વાસનારૂપ મોહ શું નથી કરતો? જ્યાં કામવાસનાનો અગ્નિ બળે છે, ત્યાં કાષ્ટરૂપ પુણ્યનાં નિમિત્તો મળતાં તે અધિક ભભૂકી ઊઠશે; માટે મુમુક્ષુપણું કોને કહેવું તે સમજવું જોઈએ. કોઈ કહે અથવા માને કે અમે મમતા રહિત છીએ, સંસારથી અનાસક્ત છીએ, નિષ્કામપણે દયા, સેવા આદિ પરોપકાર કરીએ છીએ, પરોપકાર વડે અમારું કલ્યાણ થશે, તો તેમની તે વાત પરમાર્થે જૂઠી છે. “આત્મા શું? તેનું લક્ષ થયા વિના, સાચી પ્રતીતિ થયા વિના તે જીવો નકામા અહંકાર, મમકાર કરે છે. પોતાને જે વિષય સંબંધી રાગ છે તે રાગની રુચિને તેઓ પોષે છે. તે રાગને ધર્મ માને છે હું કોણ છું? શું માનું છું? શું કરું છું? તેનો વિચાર તથા નિર્ણય કરવાની ધીરજ તથા ગરજ કોને છે? કોઈ જિજ્ઞાસુ જીવ પૂર્વાગ્રહ છોડીને તત્ત્વ પામવાની સાચી જિજ્ઞાસાથી આગળ વધે, અંતરંગમાં પોતાના ત્રિકાળી સ્વભાવનો વિચાર કરે, મારામાં આ બધું શું થઈ રહ્યું છે, શું દેખાય છે, આ નિરૂપાધિક સ્વભાવ, શુભ અને અશુભ દશા તે શું છે તેનો વિચાર કરે, અંતરંગ પરિણામનો મધ્યસ્થપણે વિચાર કરે, ન્યાયથી વિવેક કરે કે ગયા કાળે મારી અંતરંગ ભાવના કેવી હતી, વર્તમાનમાં કેમ છે, હવે પછી કેવી હશે અને તે નિરૂપાધિક માનવી કે ઉપાધિવાળી એ સંબંધી ઊંડો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૭ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬] વિચાર કરે તથા સત્સમાગમની રુચિ કરે, સત્સમાગમ મેળવે અને સશાસ્ત્ર વડે અભ્યાસ કરે તો બધુંય સમજાય તેમ છે. પણ વર્તમાન લોકોને સંસારના કામ માટે વખત મળે, તેમાં ઘણું ડહાપણ દેખાડે પણ જ્યાં આત્મા સંબંધી, સ્વહિત સંબંધી સમજવાનું આવે ત્યાં બુદ્ધિ કામ કરતી નથી, તેનું કારણ પોતાને હજી સાચી રુચિ નથી. જે ધર્મના નામે કુળધર્મથી દેખાદેખીથી ક્રિયાઓ કરે છે તે શુભભાવ કરે છે કે કેમ તે સમજવા જેવું હોય છે. ઉપવાસ તથા વરસીતપ કરનારને ખાવા-પીવાની લોલુપતાના થનગનાટ પણ ભારે વિચિત્ર હોય છે. આયંબિલ, તપ, ઉપવાસ, ચઉવ્વિહાર-પચ્ચખાણ, પ્રતિક્રમણ-આદિનું નકલી નાટક કરનારને ધર્મ તો દૂર રહ્યો પણ મંદકષાયનું ભાન હોતું નથી તેના અંતરંગમાં તીવ્ર કષાયનાં આચરણ, ખાવા-પીવાની લોલુપતા, પોતાને વિષે મોટાઈ, દંભ એ આદિ વિચિત્ર પ્રકાર જોતાં સાંભળતાં વિવેકી ધર્માત્માને દયા આવે તેવું છે. સંસારનું જરા માન મળતું હોય, સંસારમાં લાભ દેખાતો હોય તો દેવ-ગુરુ-ધર્મનો અનાદર કરે છે. જેને પરવસ્તુમાં સુખબુદ્ધિ છે, સંસાર ઠીક રાખવાની ઇચ્છા છે અને માનાદિ કષાય પોષવાની કામના છે તેને આત્માની રુચિ હોય નહિ. આત્મામાં અનંત સંતોષ, શાંતિ છે તેનું ભાન નહિ હોવાથી પરવસ્તુની ઇચ્છા, અસંતોષ અને અશાંતિ વર્તે છે, આત્મા નિત્ય છે તેથી તેની ઊંઘી દશામાં સંસાર-વાસનાનો અગ્નિ નિત્ય બળે છે, માટે પવિત્ર ચૈતન્ય ભગવાન પોતે કયાં બેઠો છે? શું સ્વભાવે છે? હું સ્વભાવમાં છું કે પરભાવમાં છું? તેને વિવેકથી ન્યાયથી સમજો. સાચું સમજવાની રુચિ કોને છે? પ્રશ્ન :- આત્મજ્ઞાન થયા પછી સંસારમાં શું કરવા રહે? ઉત્તર :- સંસારમાં રહેવાના ભાવ નથી, પણ પૂર્વ પ્રારબ્ધ વશ, અને વર્તમાન પુરુષાર્થની નબળાઈથી રાગમાં જોડાય છે, તે ચારિત્રગુણની કચાશ છે એટલે પોતાના પુરુષાર્થની નબળાઈ હોય ત્યાં સુધી અલ્પકાળ અસ્થિરતા થાય પણ તે સંબંધી કર્તુત્વબુદ્ધિ-મમત્વભાવ નથી. કારણકે પોતે ત્રિકાળ જ્ઞાયકદેષ્ટિ–પવિત્ર દૃષ્ટિના ભાનમાં દોષરૂપ મળ–મેલના ઉદયને ટકવા દે નહિ. જે શુભ-અશુભ વૃત્તિ ઊઠે તેને તરત જ્ઞાનબળના વિવેકવડે ટાળે. જેની પવિત્રદશા અને નિર્દોષદૃષ્ટિ છે તે વીતરાગદેષ્ટિ છે તેને સંસારભાવ નથી, માત્ર વીતરાગ સ્વભાવની પવિત્ર ભાવના ભાવે છે. એ પવિત્ર દૃષ્ટિવાળા ધર્માત્માની અંતરંગ પવિત્ર દશા કેવી હશે? મોક્ષની પાત્રતા કેવી હશે? તેવો વિચાર કરનાર કોઈ વિરલ પુરુષ હોય. ઘણા લોકોમાં એટલી અપાત્રતા ભરી છે કે પોતાની અનંત સુપાત્રતાનો વિચાર પણ આવતો નથી. આત્મા પવિત્ર છે એવી રુચિ-પ્રતીત થવી પણ દુર્લભ છે. છતાં સંસારની રુચિની ગુલાંટ મારી સ્વતત્ત્વની રુચિ કરે તો સમજવું કઠણ નથી. પ્રથમ મુમુક્ષુપણું જોઈએ. તેને બદલે સહેજ પણ પ્રતિકૂળતા દેખાય તો તેમાં ઘણી આકુળતા કરે છે. દેહની સગવડમાં જરા ખામી આવે તો મૂંઝાઈ જાય છે, ખેદ કરે છે, પણ તેને શાંતિ, ક્ષમા, સદાચાર, સમભાવ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વિવેકના વિચારો આવતા નથી. પારકા દોષ નહિ જોતાં પોતાનાં અંતરંગ પરિણામોને મધ્યસ્થપણે, ક્ષણેક્ષણે જોવાં જોઈએ. પોતાનાં વિચારો અને વર્તન પૂર્વે કેવાં હતાં, વર્તમાન કેવાં છે અને હવે પછી કેવો રહેશે તે સમજવાની તથા નિર્ણય કરવાની જેને કાળજી નથી તે સદાચાર કેમ પાળી શકશે? તે અધ્યાત્મશાસ્ત્રનો બોધ કેમ પચાવી શકશે? કહ્યું છે કે – “પાત્ર વિના વસ્તુ ન રહે ' માટે પ્રથમ પાત્રતા જોઈએ પણ પછી એટલેથી જ અટકી અને શુભ પરિણામમાં સંતોષાઈ જનારા પરંપરાએ અધોગતિમાં જાય છે. કોઈ પૂજા-સત્કાર, લોભ આદિમાં આત્માર્થ ચૂકી જાય છે, વળી કોઈ માને કે પુણ્ય કર્યા હોય તો સારાં સાધન મળે અને પછી નિરાંતે ધર્મ થાય. પણ આત્માનું સાધન સદાય આત્મામાં જ હોય છે. આત્મા શુદ્ધ પવિત્ર જ્ઞાનમાત્ર છે, તેની સાચી શ્રદ્ધા વિના બાહ્ય સાધનમાં રુચિ રહે છે. પુણ્યાદિ બાહ્ય જડ સાધનની રુચિમાંથી તો જડ ફાટશે અને આત્માર્થ અવરાઈ જશે. જેમાં પોતાના ગુણની ગંધ નથી તેના વડે મને ગુણ થશે, હિત થશે એમ માનનારા ચૈતન્યસ્વરૂપમાં કાંઈ માલ નથી એમ સમજે છે; તે ઊંધી માન્યતાના કારણે તેને સૌ સાધન બંધનનાં નિમિત્ત થાય છે. બાહ્ય સાધનમાં શાંતિ નથી, ધર્મ નથી. જે ધર્માત્મા છે તેને કદી પૂર્વ પ્રારબ્ધવશે નરકમાંભયંકર દુઃખમય (અતિ સગવડતાવાળા) ક્ષેત્રમાં જવું પડ્યું હોય તોપણ ત્યાં તેને દુઃખ લાગતું નથી; ઉલટું તે ધર્માત્મા આત્માનંદ શાંતિમાં રહે છે. વર્તમાનકાળે શ્રેણિક મહારાજ પહેલી નરકમાં છે. એક ભવ પૂરો કરી ભગવાન તીર્થકર થવાના છે, ત્યાં તેમને ઘણી અગવડતાના સંયોગ વર્તે છે, છતાં ઉદયકર્માનુસાર દુઃખોને ભોગવતા નથી. પોતે જ્ઞાનાનંદ અરૂપી આત્મિક સહજ આનંદમાં અંશે સ્થિર છે, શ્રદ્ધામાં તો જ્ઞાતા સાક્ષી માત્ર છે; તેમાં કદીપણ અગ્નિરૂપ અતિ ઉષ્ણ પુદ્ગલ તથા અશાતાવેદનીયનો યોગ પેસી શકે તેમ નથી. બહારથી ગમે તેવા પ્રતિકૂળ ભયાવહ સંયોગ દેખાય છતાં તેની અસર લેવી કે ન લેવી તે પોતાને આધીન છે. આ નિમિત્ત મને ઇષ્ટ છે કે અનિષ્ટ છે એ માનવું અજ્ઞાનભાવ છે. પ્રારબ્ધવશે અલ્પ અસ્થિરતા થઈ જાય, તીવ્ર અશાતાનો ઉદય દેખાય તેમાં ચૈતન્યગુણને હાનિ નથી, પણ તેમાં મારાપણું સ્થાપે, રાગી-દ્વેષી થાય તો બંધનું નિમિત્ત બને છે. અંતરંગ પરિણામ ઉપર બંધ અને મોક્ષનો આધાર છે. બાહ્ય નિમિત્ત કાંઈ કરાવતું નથી; આ લક્ષ રાખીને આત્મસ્વરૂપને સમજવાની તૈયારી કરવી. પ્રથમ તો અપૂર્વ જિજ્ઞાસાથી અભ્યાસ, અંતરંગ વૈરાગ્ય, રાગાદિ કષાયનો ઘટાડો, સ્વચ્છેદનો ત્યાગ, પોતાની હીણપનું દેખવું તથા ગુણીના અધિક ગુણો પ્રત્યે પ્રમોદ, સંસારવાસનાનો ત્યાગ, દેહાદિની આસક્તિનો ઘટાડો અને પૂર્ણ પવિત્રતાના લક્ષે સંયમભાવ વડે અશુભાચારનો ત્યાગ કરવો તથા મતાર્થ આદિ પક્ષપાત રહિત સરલ બુદ્ધિવડે પરમાર્થમાર્ગમાં જોડાવું જોઈએ. હિત-અહિત શું તેનો વિવેક જોઈએ. ઉપર કહેલા ગુણો તો આત્મજ્ઞાન પામ્યા પહેલાં જોઈએ. ત્યાગ-વૈરાગ્યને અંતરંગક્રિયા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૯ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭] કહી છે, તેનો અર્થ એમ નથી કે આત્મા મન, વાણી, દેહાદિની ક્રિયા કરી શકે છે અને પરવસ્તુનો ત્યાગ કરી શકે છે, પણ અરૂપી ચિદ્દન એવો આત્મા હું અરાગી છું, પવિત્ર છું, એ લક્ષે ક્રોધ, માન આદિ કષાયની મંદતા કરે છે એટલે ત્યાગ-વૈરાગ્યની ભાવના વધે છે. તેથી પ્રથમ જ આ પાત્રતા હોય તો તે આત્મજ્ઞાનપ્રાતિનું નિમિત્તકારણ છે, છતાં આત્મજ્ઞાનદશા પ્રાપ્ત કરે તો તે કારણ વ્યવહારથી થયું કહેવાય. લોકોને અઘરું લાગે પણ બીજું શું થાય? બીજો ઉપાય ત્રણ કાળમાં નથી. એ જાતની વિધિ વિના, ન્યાય સમજ્યા વિના ભવભ્રમણની અશાંતિ અને દુઃખનો અંત નથી. સોંઘામાં સંતોષ મનાયો છે તે ઊંધી માન્યતાનો ત્યાગ કરવો પડશે. બાહ્યત્યાગ દેખાય તે ધર્મનું લક્ષણ નથી. ૬. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ૭. સ્ત્રી, પુત્રાદિ, કુટુંબ, પૈસા, વ્યવહાર આદિનો ત્યાગ તે ત્યાગ નથી. એનો ત્યાગ થવો ઉદયાધીન છે, આત્માને આધીન નથી. બાહ્ય ત્યાગ, વૈરાગ્ય આદિ પૂર્વે ઘણીવાર બની ગયા છતાં આત્મધર્મ કેમ ન થયો તે વિચારવું. અત્રે કોઈ પૂછે કે શું અમારે વ્યવહારધર્મ ન કરવો? તેનો ઉત્તર એમ છે કે પ્રથમ જ સાચી સમજ કરવી. અરાગી, પવિત્ર આત્માના લક્ષે રાગ-દ્વેષ-કષાયનો ત્યાગ થાય છે. દેહાદિ ક્રિયાના મમત્વનો, કર્તુત્વપણાનો ત્યાગ કરવો તેમાં જે શુભભાવ થાય તે વ્યવહારથી સારી ભૂમિકા કહેવાય, પણ તેમાં જ સંતોષ માની અટકી જાય અને બોધિબીજ (સમ્યકત્વ) ની પ્રાપ્તિનો ઉપાય ન રાખે તો આત્માર્થનું લક્ષ ચૂકી જાય છે અને તેના શુભ પરિણામ, મંદકષાયરૂપ સાધન નાહક ભારરૂપ થાય છે. ત્યાગ એટલે મલિન ચિત્તનો ત્યાગ. આત્મા નિર્મળ જ્ઞાનમાત્ર સાક્ષીરૂપ છે અને રાગ, દ્રષ, ઇચ્છા આદિ આત્મસ્વભાવમાં નથી, આત્મા દેહાદિની ક્રિયાને કરી શકતો નથી, જડ પરમાણુને તથા શુભ-અશુભ કર્મની અવસ્થાને પકડી શકતો નથી પણ પોતાના અજ્ઞાનભાવને પકડે છે. કોઈ પરવસ્તુનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં નથી. ભૂલ કરવી એ આત્માનો સ્વભાવ નથી, ભૂલ કરવાનો ધર્મ નથી; એમ અવસ્થાની ભૂલને યથાર્થ જાણે અને અભૂલભાવે ભૂલને ટાળે તો ફરી ભૂલ થવા ન દે. આત્મા અનાદિ-અનંત, પવિત્ર, અરાગી તત્ત્વ છે, તેને ઓળખવાનો અભ્યાસ, સ્વચ્છેદ એટલે દર્શનમોહ ટાળવા માટે કરવો જોઈએ; સ્વચ્છેદ ટળે પ્રતિબંધ ટળે છે. ધર્મના ચાર વાર કહ્યાં છે; ક્ષમા, નિર્લોભતા, સરળતા, નિર્માનતા, એ આદિ નીતિ દ્વારા પાત્રતા પ્રગટે છે, દ્વાર વિના ઓરડામાં પ્રવેશ થાય નહિ તેમ આ ક્ષમા આદિ નીતિ વિના વ્યવહારધર્મમાંય પ્રવેશ થાય નહિ. ઉત્તમક્ષમા એ પરમાર્થ સ્વરૂપ આત્માનો સહજ સ્વભાવ છે; માટે સમભાવનો અભ્યાસ કરવો, આત્માના લક્ષ વાંચન-મનન થવું જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦] [ ભગવાન શ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા આત્મજ્ઞાનપ્રાપ્તિની સાચી જિજ્ઞાસા-ઉત્કૃષ્ટ રુચિ વડે આ બધું આત્મજ્ઞાનના લક્ષ, સ્વાનુભવની પ્રાપ્તિ અર્થે છે એમ નિત્ય લક્ષમાં રહેવું જોઈએ. જીવ આત્મજ્ઞાન વિના પરવસ્તુમાં હિતબુદ્ધિ માની બેઠો છે તેથી સૌ સાધન બંધનરૂપ થયાં છે. લોકો આત્માના વ્યવહારનયને ભૂલીને એકાંત વ્યવહારાભાસને પકડી બેઠા છે, બાહ્ય ક્રિયાને ચારિત્ર માને છે. લૌકિકનીતિ હોય પણ એના વડે અમે ધર્મી છીએ એમ મંદકષાયમાં સંતોષ માની બેઠા છે. પણ આમા પૂર્ણ પવિત્ર વીતરાગ છે, તેની પવિત્ર શાંતિ આત્મામાં જ છે. તેનો સ્વભાવ શું? તેની ઓળખ નથી તેથી આત્મામાં બેહદ સુખ છે તેનું વેદન કયાંથી થાય? લોકો પોતાની કલ્પનામાં અટકે છે. જ્ઞાનીને અટકવું થતું નથી. આત્મા અસંયોગી, નિર્મળ છે. તેમાં પરના નિમિત્તનો અંતરંગ સંયોગ, ઉદયકર્મ-રાગ, દ્વષ, ક્રોધ, માન, માયા, લોભ, મમતા આદિની જે શુભ-અશુભ વિકારી ભાવની વૃત્તિ ઊઠે છે તેનો જ્ઞાનભાવે નાશ કરવો તેને જ્ઞાનની ક્રિયારૂપ વ્યવહાર કહ્યો છે. દેહાદિ જડની ક્રિયામાં વ્યવહાર નથી. ઘણાને બાહ્ય ત્યાગનું માહાભ્ય દેખાય છે, પણ અઘાતિ કર્મના ઉદયે બાહ્ય વસ્તુનો સંયોગ-વિયોગ થાય છે. તે બાહ્ય વસ્તુને હું લઉં, મૂકું, ત્યાગ કરું એ માન્યતા મિથ્યા છે, કોઈપણ જીવે નિશ્ચયે ખરેખર જડ પદાર્થો કદી ગ્રહ્યા નથી તો પછી તેનો ત્યાગ થઈ જ કયાંથી શકે? ગ્રહ્યા હોય તો છોડી શકાય. અઘાતિ કર્મના ઉદયના નિમિત્તથી પદાર્થોનો સંગ થવાનો હતો નહિ એટલે કે તેની અંતરાય હતી તેથી સંયોગ થયો નહિ એટલે વિયોગ વર્તે છે. ખરી રીતે બાહ્ય સંયોગ થવાનું નિમિત્ત ન હતું એટલે તેને એવો વિકલ્પ આવ્યો કે હું ત્યાગ કરું છું એ ઉદયભાવ છે. બાકી જ્ઞાની એમ ન માને કે તું જડ વસ્તુનો ત્યાગ કર; પણ રાગ, દ્વેષનો ત્યાગ કરવાનું કથન આવે. હું અકષાયી છું તો અકષાયી થાઉં એવા પુરુષાર્થ વડે ત્યાગ-વૈરાગ્યાદિ નિમિત્ત બને. સદ્ગુણો ખીલે એટલે સહેજે વિપરીત નિમિત્તો-રાગનાં કારણો ખસી જાય; ઉપદેશમાં નિમિત્તનાં વાકયો આવે તેનો આશય-ગૂઢાર્થ સમજવો જોઈએ. આત્મજ્ઞાન એટલે સમ્યગ્બોધબીજ, તેને વાવવા અર્થે ક્ષેત્રવિશુદ્ધિ જોઈએ. અંતરંગમાં પોતાના મોહભાવનો, અર્થાત્ ભૂલનો ત્યાગ તથા અંતર વૈરાગ્ય કરવાનો છે તેને બાહ્યદેષ્ટિ જીવો સમજતા નથી તેથી મંદકષાયમાં ધર્મ માને છે. અજ્ઞાનરૂપી પાડો શુભ પરિણામરૂપી તારાં દ્રવ્ય-ચારિત્રરૂપ ઘાસ અનંતવાર ગળી ગયો છે તેથી ભવ ઘટ્યો નહિ, ઊલટું માન વધ્યું અને સંસાર વધ્યો. બહારથી પાંચ મહાવ્રત આદિ ક્રિયાના શુભ પરિણામ કરે અથવા ઘણાં શાસ્ત્રો વાંચે સાંભળે એટલે માને કે અહો હો ! અમે ઘણું કર્યું, અમે ઘણો ત્યાગ વૈરાગ્ય તથા સમભાવ રાખ્યો છે; પણ તે બધા અજ્ઞાનપૂર્વક થતા ઉદયભાવને ધર્મ માન્યો તેથી પોતાના અધિકારી આત્માનો અનાદર કર્યો છે. અજ્ઞાનપૂર્વક ત્યાગ, વૈરાગ્ય, વ્રત, તપ વગેરે બાળચાલ છે. પુણ્યથી ધર્મ થશે, શુભ જોગથી સંવર થશે એમ શુભ પરિણામમાં સંતોષાઈ જાય અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૧ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭] આત્માનાં ધર્મને નામે ઊંધી માન્યતાને પોષણ આપે છે. કોઈ દ્વેષ વડે ચામડી ઊતરડીને ખારા છાંટે છતાં શુભભાવરૂપ સમભાવ રાખે, ઘણા પ્રકારના પરિષહ સહન કરે તે ઘણું પુણ્ય બાંધીને કદી દેવલોકમાં જાય તેથી શું? ત્યાંથી તે નરક-નિગોદાદિ ચાર ગતિમાં રખડે છે. મોહકર્મના ઉદયની અસર લઈને ક્ષમા ધારણ કરી અને માન્યું કે મેં ઘણી ક્ષમા રાખી છે. પણ સહજ સ્વભાવની બેહદ ક્ષમાને હદવાળી માનવી તે તો અજ્ઞાનભાવ છે. આત્મા પરનો કર્તા-ભોક્તા નથી એવો અખંડ સ્વભાવ જાણ્યા વિના તેનો સમભાવ, ત્યાગ વૈરાગ્ય સાચો ન હતો. બેહદ સ્વભાવને ઓળખ્યા વિના માત્ર એટલી મર્યાદાવાળો આત્મા માન્યો, ઉદયકર્મનો ભોક્તા બન્યો અને ઉદયના નિમિત્તમાં ધર્મ માન્યો. હું દયાવાળો છું એમ માન્યું ત્યાં પોતાને રાગરૂપ માન્યો એટલે પોતાના અરાગી સ્વરૂપને પરભાવરૂપ માન્યું. વળી પૂર્વે પાદોપગમન સંથારો કરી બધા જીવોની દયા પાળવારૂપ શુભભાવ કર્યો છતાં ધર્મ ન થયો, હાલ્યા-ચાલ્યા વિના મરણ પર્યત સ્થિર રહ્યો છતાં સ્વદયા ન થઈ, સંવર ન થયો. લોકો પરદયાની વાત કરે છે તે નિમિત્તથી કથન છે. જેને પોતાના અકષાય ભાવની રુચિ છે, તેને સહેજે શુભ ભાવનો વિવેક હોય છે. સામા જીવનો પુણ્યનો ઉદય હોય તથા તેનું આયુષ્ય હોય તો ગમે તે મનુષ્યને તેમાં નિમિત્ત થવાનો વિકલ્પ આવે જ. કોઈના આયુષ્યને કોઈ વધારી-ઘટાડી શકે નહીં, લોક-વ્યવહારમાં પરનું કર્તાપણું માને ભલે પણ છે નહીં. જેમ મલિન દર્પણમાં મુખ ન દેખાય, તેમ જે જનોનાં ચિત્ત મેલવાળાં છે તેના અંતરમાં આત્માની પવિત્રતા કેમ દેખાય? ન જ દેખાય. દરેક જીવનો આત્મા પવિત્ર છે, છતાં આત્માના ઉપદેશનો ભાવ સમજાતો નથી તેનું કારણ એ છે કે જેમ મલિન અરીસામાં પ્રતિબિંબ પડતું નથી એમ અંતરત્યાગ, વૈરાગ્ય અને સની જિજ્ઞાસા વિના સબોધ-ઉપદેષ્ટાએ કહેલ ભાવવચનની છાપ પડતી નથી. સાચો ન્યાય અંતર્ગત તેને પરિણમે નહિ. લોકોને બહારથી બીજું કંઈ કરવાનું કહો તો ગમે છે કારણ કે તેનો અનાદિ કાળથી પરિચય છે, અને બાહ્ય ક્રિયાને જ કર્તવ્ય માને છે. અત્રે કહેવાય છે કે દેહાદિનું કે બહારનું કોઈ કર્તવ્ય જીવથી કદી થતું નથી, એટલે આ વાત ઝીણી પડે છે. આત્મામાં શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ શું અને કેમ હશે? એ સાંભળવું સારું લાગે પણ સમજવું અઘરું પડે છે કારણ કે સંસારનો પ્રેમ ઘણો છે, તત્ત્વની રુચિ નથી, પોતાની સ્વાધીનતાથી બેહદ આનંદ-સુખના સ્વાદથી ભરેલો નિજગુણ, તેનો અપૂર્વ મહિમા જાણ્યો નથી. એકલાપણું ગોઠયું નથી તેથી તત્ત્વ સમજવું અઘરું પડે છે. આત્મા જ્ઞાતા-દષ્ટા અખંડ જ્ઞાનરસથી ભરેલો અસંગ છે. તેમાં શુભાશુભ નિમિત્ત તથા ઉપાધિનો અંશ માત્ર નથી પણ અજ્ઞાનભાવે પરને પોતાનું માન્યું છે. તત્ત્વની રુચિ વિના નિવૃત્તિ, વિચાર, મનન કેમ થાય? પ્રશ્ન :- મલિન અંતઃકરણ (ચિત્ત) કેમ રહ્યું હશે? ઉત્તર :- પુરુષાર્થ ન કર્યો તે કારણે. સંસારમાં ઘર, ધંધા, રૂપિયા વગેરેની રુચિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨ ] કેમ રહે છે? તે પાપની રુચિ છોડી પવિત્ર ભગવાન આત્માની ઉત્કૃષ્ટ રુચિ કરો; મલિનતા ટાળવાનો પ્રયત્ન કરો. જે છે તે પોતાથી સમજાય છે. દરેક આત્મા સ્વતંત્ર છે. પ્રશ્ન :- સંસારમાં રહીને આત્મજ્ઞાન કેમ થાય ? ઉત્તર ઃદેહાદિ સંયોગ તે સંસાર નથી, માટે તેના ઉપ૨નું લક્ષ છોડીને ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનું લક્ષ કરે તો ગૃહસ્થાવસ્થામાં પણ આત્મજ્ઞાન થઈ શકે છે. ગૃહસ્થવેશમાં વર્તમાનમાં પણ ભગવત્સ્વરૂપ જ્ઞાની આત્માઓ છે જેમના અંતઃકરણ અતિ પવિત્ર છે. સાચું સમજવાની જિજ્ઞાસા વધે તો આત્મબોધ પરિણામ પામ્યા વિના રહે નહીં. આત્માના એક સેકન્ડના આનંદ સાથે ત્રણ કાળના ઇન્દ્રલોકના સુખ સ૨ખાવો તો પણ આત્મજ્ઞાન તુલ્ય નહીં આવે, એ અપૂર્વ વસ્તુતત્ત્વ પામવાની વિધિ વર્તમાનમાં પણ છે. [ તા. ૨૩-૯-૩૯ ] ૭ મી ગાથા વિષે કાલે કહેવાયું. હું શાયક આત્મા શુદ્ધ, અવિનાશી, ૨ાગરહિત છું, નિર્મળ, અબંધ છું–એવી શ્રદ્ધા, અનુભવ અને લક્ષ વિના મનના શુભ પરિણામવડે મંદકષાય કરે, એકલા ત્યાગ-વૈરાગ્યમાં જ કૃતકૃત્યપણું માનીને સંતોષાઈ જાય એ પણ ભવસાગરમાં બૂડે. અજ્ઞાનપૂર્વક ત્યાગ-વૈરાગ્ય હોવાથી, ૫૨જીવને ન મારવા તે દયા તથા પોતે માનેલાં એવાં પાંચ મહાવ્રત આદિ શુભપરિણામ એ જ કૃતાર્થપણું હોય તેમ માને છે, પણ એ ભાવ તો રાગભાવ છે, મનનાં શુભ પરિણામ છે એ કર્મભાવથી આત્માને ગુણ થશે એમ માનવું તે વીતરાગમાર્ગની આસાતના છે. જેને ખોટા માર્ગની પકડ કરવી નથી તેણે સત્ની જિજ્ઞાસા વધારવી. સત્તમાગમનો યોગ થયા વિના આત્મજ્ઞાન નહિ થાય. [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મા તદ્ન અરાગી શાયક છે, તેની પૂર્ણ પવિત્રતાની યથાર્થ શ્રદ્ધા જોઈએ. ત્રિકાળ આત્મદ્રવ્ય અસંયોગી છે, પુણ્ય, પાપ રાગરહિત છે એવા ભાન વિના, લક્ષ વિના ત્યાગવૈરાગ્યમાં અજ્ઞાનભાવનો અને ઊંધી દૃષ્ટિનો સાથ છે, તેથી હું ત્યાગી છું, હું ચારિત્રવાળો છું, એ આદિ પ્રકારે મન મનાવવાનાં ભાવ થાય છે અને બાહ્ય ત્યાગથી રહિત કોઈ ધર્મ બુદ્ધિવાળા ગૃહસ્થ હોય તેનો તિરસ્કા૨ ક૨વાનો ભાવ કરે છે. તેનું કા૨ણ અજ્ઞાનભાવ છે, પર્યાયદેષ્ટિ છે. અમે પાંચ મહાવ્રત પાળીએ છીએ તેથી અમારે ચારિત્ર છે, પણ આ ગૃહસ્થ માત્ર જ્ઞાનની વાતો કરે છે. જ્ઞાની હોય તો તેને ત્યાગ, વ્રત, ચારિત્ર વગેરે કેમ નથી ? અમારામાં છે–એમ જડ કર્મના ઉદયથી પોતાને ઓળખાવે છે. વળી આગ્રહ પણ એવો રાખે કે અમે બાળબ્રહ્મચારી છીએ, કોઈ પરણીને પછી બ્રહ્મચર્ય પાળે, ત્યાગ કરે તો તેનું વ્રત અમારા જેવું હોઈ શકે નહિ. વળી કેટલાક બીજાનું સુંદર મુખ તથા સુંદર વાણી ન હોય અથવા નીરોગી શરીર ન દેખે તો તેને પોતાનાથી હલકા માને છે, એ પર્યાયદેષ્ટિ જીવો અજ્ઞાની જાણવા. વળી જેને તેઓ બ્રહ્મચર્ય માને છે તે મન, વાણી, દેહનું હોય છે. બ્રહ્મ એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા-તે કેવો છે તેનું યથાર્થ ભાન હોતું નથી તો પછી સાચું ચારિત્ર Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭] કયાંથી હોય? ચક્રવર્તી રાજા કે જે તીર્થકર થવાના હોય તે ગૃહસ્થવેશમાં હોય ત્યારે હજારો સ્ત્રીઓનો યોગ છતાં બ્રહ્મચારી જ્ઞાની હોય, કેમકે તેમને અંતરંગમાં પવિત્ર વિતરાગદશાનો વિવેક વર્તે છે. કોઈએ પ્રથમ ત્યાગ કર્યો ને બીજાએ પછી ત્યાગ કર્યો તેથી પ્રથમવાળો માને કે હું બાળબ્રહ્મચારી છું, એ ગર્વ મિથ્યા છે. ચક્રવર્તી રાજાઓ છન્ને હજાર સ્ત્રીઓનો ત્યાગ કરી બે ઘડીમાં કેવળજ્ઞાન પામીને ભગવાન થયા છે. ઊંડા ઊતરી ન્યાયની તુલના કરે તો વિરોધ લાગે નહિ. જેને વસ્તુની પરીક્ષા નથી તેને પરિણામ ઓળખવાનો ભાવ નથી. બાહ્યદૃષ્ટિ જીવોના ત્યાગ-વૈરાગ્ય અજ્ઞાનરૂપ જ હોય છે, તેઓ પોતાની દૃષ્ટિએ બીજાને જુએ છે. પોતે બાહ્ય ક્રિયા કરતો હોય, પોતામાં ત્યાગ-વૈરાગ્ય દેખતો હોય તે બીજામાં ન દેખે તો તેની નિંદા કરે છે, પણ જ્ઞાનીનો માર્ગ ન્યાયી છે, કેમકે ગઈકાલનો મહાપાપી કસાઈ હોય પણ તે પાપનો ત્યાગ કરી વર્તમાનમાં ધર્મી થઈ શકે છે, પણ મિથ્યાષ્ટિ પરજીવની દયા પાળનારા રખડે છે. તત્ત્વજ્ઞાનના જિજ્ઞાસુએ સરલતાથી અનેક ન્યાય સમજવા પડશે. જો ગુણ-દોષનો વિવેક નથી તો મુમુક્ષુપણું પણ નથી. સાચું સમજવાનો કામી હોય તે વિવેકી અને મધ્યસ્થ હોય છે. આવા આત્માર્થી હોય તેના આચાર-વિચાર વિપરીત ન હોય. સો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી, એવો કટાક્ષ કરવાની ભાષા અને ભાવ કોઈ પ્રત્યે ન હોય, દરેક જીવ શક્તિરૂપે પરમાત્મા છે. તે ક્ષણમાં જ્ઞાની બને છે. સમંતભદ્રાચાર્ય મહારાજ કહે છે કે નીચ કુળમાં જન્મેલો જીવ કદી આત્માનું ભાન પામે તો તેને દેવો પણ પૂજ્ય કહે, કારણ કે ધર્માત્માને પાંચમું ગુણસ્થાન વર્તે છે. ગણધરો પણ તેને દેવથી ઉત્તમ કહે છે, કારણ કે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ કરતાં પણ તેના ગુણની ભૂમિકા અનંતગુણી ઉત્તમ છે. બાહ્યદૃષ્ટિએ તફાવત એટલો કે તે દેવોને પુણ્યનો યોગ છે અને આ ધર્મામા કદાચ લાકડાના ભારા વેચીને નિર્વાહ કરતો હોય, છતાં જ્ઞાનીની દૃષ્ટિએ દેવથી આ પાંચમાં ગુણસ્થાનવાળો અધિક છે. બાહ્યદૃષ્ટિ જીવો પર્યાય દેખે છે અને કહે છે કે, આને વેપાર, સ્ત્રી, ધન, વગેરે પરિગ્રહ છે, પણ અમે ત્યાગ કર્યો છે, અમે ચારિત્રવાન છીએ, એ માટે અમારો આદર કરો-એ પ્રકારે માનાર્થી અને માર્થી બાહ્યદેષ્ટિ વિષે કહ્યું. એવા જીવોને જૈનદીક્ષા કે જેને દુષ્કર સંયમ કહેવાય છે તેના કડક ચારિત્રની વિધિ, ક્રિયાકાંડ, ત્યાગ, વૈરાગ્ય હોય છતાં તે બધું માન વધારવા માટે તેમણે કર્યું છે. જો આત્મજ્ઞાન અર્થે હોય તો વિનય, નિર્માનતા, વિવેક, પાત્રતા તથા સાચી જિજ્ઞાસા હોય. જેને મૂળમાર્ગની ખબર નથી, અંતરંગમાં મનની સૂક્ષ્મ ક્રિયા, રાગ, દ્વેષ શું થાય છે, તેની ખબર હોતી નથી, સ્વભાવ-પરભાવનો વિવેક નથી, તે પોતે શું કરી રહ્યો છે, શું માની રહ્યો છે, તેની ખબર હોતી નથી. સાચું સમજવાનું લક્ષ આત્મા પ્રત્યે કરે નહિ, બીજા લોકોની ચેષ્ટા જોયા કરે, અંદરમાં કર્તુત્વભાવ, રાગાદિ, માનાદિ, સ્વચ્છંદનું વલણ રહેતું હોય છે, વળી સ્વચ્છંદ અને મતાગ્રહનું પોષણ મેળવતો હોય છે, તેથી પોતાને વિષે રહેલા દોષ પોતે જાણી શકે નહિ, પણ પાત્રતાની રુચિ વધારે અને સત્સમાગમ શોધે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સપુરુષને ચરણે જાય તો તેના બધા દોષ ટળવાનો અપૂર્વ પ્રસંગ આવે. વળી પોતાને સમજ્યા વિના સ્વચ્છેદે જિનઆજ્ઞાના નામે પૂર્વે વ્રત, ચારિત્ર, બ્રહ્મચર્ય આદિ અનંતવાર પાળ્યા પણ સમ્યગ્દર્શન ન થયું. શુભ-અશુભ રાગ, મનના સંબંધનો વિકલ્પ તોડીને વીતરાગસમાધિ (ભાવચારિત્ર) નો અંશ પણ પ્રગટ ન કર્યો. મોક્ષમાર્ગમાં તો સ્વસ્વરૂપની યથાર્થ ઓળખાણ અને પરધર્મથી સ્વધર્મની જુદાઈ જાણીને આત્મામાં જિનદીક્ષા-જિનદશા પ્રત્યક્ષ પ્રગટવી જોઈએ. અંતરમાં ઊંડાણમાં સંસારની મીઠાશ, તૃષ્ણા અને પુણ્યાદિ સગવડતાની (બાહ્યપદાર્થની) રુચિ વર્તે છે એ દોષને જાણે, પછી દોષ ટાળવાનો ઉપાય માત્ર આત્મજ્ઞાન છે એમ સમજી પ્રથમ આત્મજ્ઞાનનો અભ્યાસ જોઈએ. શ્રીમદ્ રાજચંદ્ર પાત્રતા મેળવવા વિષે ઘણા પ્રકારે કહ્યું છે તેમાં એક પ્રકારે કહ્યું છે કે પરમાર્થની રુચિપૂર્વક – (૧) સંસાર પ્રત્યે ઉદાસીનતા, (૨) વિષયભોગ પ્રત્યે અનાસક્તિ, (૩) દેહાદિની મમતાનો ઘણો ઘટાડો, (૪) માનાદિ કષાયનો ઘટાડો-આ બધું જોઈએ. વળી બીજી રીતે કહ્યું છે કે – (૧) વિશાળબુદ્ધિ-પક્ષપાતરહિત, અનેકાન્ત ન્યાયદૃષ્ટિ, (૨) મધ્યસ્થતા=ઉદાસીનતા, મમતાનો અભાવ.-આ બે દર્શનમોહ (મિથ્યાત્વ) ના નાશનો ઉપાય છે, (૩) સરલતા=નિર્માનપણું, પોતાના દોષ દેખી તે ટાળવા, (૪) જિતેન્દ્રિયપણું. આ બે ગુણ ચારિત્રમોહ ટાળવાનો ઉપાય છે. ત્રીજા પ્રકારે (૧) શમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકમ્પા (૫) પોતાની સત્ સ્વરૂપ પ્રત્યે શ્રદ્ધા, સચિ. શાસ્ત્રમાં પણ પાંચ કારણો કહ્યાં છે તે નીચે મુજબ છેઃ (૧) ક્ષયોપશમ એટલે પોતાનું હિત-અહિત સમજવાયોગ્ય જ્ઞાનનો ઉઘાડ (૨) કષાયની મંદતા અથવા વિશુદ્ધિ (૩) દેશના એટલે સત્પુરુષનો ઉપદેશ, તત્ત્વબોધ, સત્પદનો ઉપદેશ (૪) પ્રાયોગ્યલબ્ધિ-મતિની નિર્મળતા અથવા પક્ષપાતરહિત સરલ બુદ્ધિ થવા માટે પાત્રતા વધતાં કર્મની સ્થિતિ અનુરાગનું મંદ થવું (ઘટવું ), (૫) કરણલબ્ધિ એટલે ચારિત્ર ગુણના પરિણામની વિશુદ્ધિ. પાત્રતા પામવા માટે યથાર્થ સત્પુરુષનો તત્ત્વઉપદેશ ભાવથી શ્રવણ કરવો જોઈએ, વિચારીને મનન કરવું જોઈએ, જેટલા ગુણો પ્રગટાવ્યા તેને અધિક કરી ટકાવી રાખવા જોઈએ. બધા દોષ (ચારિત્રના દોષ) એકદમ ટળતા નથી પણ અભિપ્રાયમાં શીધ્ર બધા દોષ ટાળવાનું લક્ષ (હું અકષાય છું, શુદ્ધ છું એ ) હોવું જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭] [ ૩૫ વળી કહ્યું છે કે સ્વચ્છંદ અથવા દર્શનમોહનો ત્યાગ એટલે હું કંઈ જાણું છું, મેં જાણ્યું તે સાચું છેએ પ્રકારના મિથ્યા આગ્રહનો ત્યાગ જોઈએ. એક પત્રમાં શ્રીમદે લખ્યું છે કેઃ “માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. ” સ્વચ્છંદ=દર્શનમોહ, પ્રતિબંધ=ચારિત્રમોહ; એ ઔપાધિક કર્મભાવ મારા જ્ઞાયકસ્વભાવમાં નથી, હું બધાં ૫૨દ્રવ્યો (દેહાદિ તથા રાગક્રોધાદિ) થી જાદો છું, પવિત્ર છું, અનંત ઐશ્વર્ય-સામર્થ્યથી પૂર્ણ છું એમ અભ્યાસ દ્વારા અંતર્વિચાર–મનન વડે અધિકપણે અભિપ્રાયમાં જેને દૃઢ થયું અને સાથે એમ પણ આવ્યું કે આ પુદ્ગલકર્મનિમિત્તના દોષ-મળ મારા નથી (મારા સ્વભાવમાં નથી) તે વર્તમાનમાં અશુદ્ધ અવસ્થા દેખાય છે તેને (બધા દોષને ) ટાળવાનો પ્રયત્ન કર્યા વિના રહે નહિ. ક્રિયાજડવાદી વિષે આગળ કહ્યું છે કે શરીરને રોકી રાખવું, રોટલા ન ખાવા, જોગની ક્રિયાનું અભિમાન કરવું, તેનાથી તો મંદ કષાય (પુણ્યપરિણામ ) પણ નથી, ક્રોધ, માનાદિ કષાય તથા દેહાદિની મમતાને ઘટાડયા વિના શુભપરિણામ પણ નથી. જો ૫૨માર્થતત્ત્વના લક્ષસહિત મંદ કષાય, અંતરત્યાગ-વૈરાગ્ય હોય તો તે નિમિત્તરૂપે સાધન કહ્યાં છે, પણ મનના શુભ વિકલ્પથી (પુણ્યપરિણામથી ) ધર્મ નથી. અકષાયને લક્ષે મંદકષાયનું વલણ (પુરુષાર્થ) કરે એટલે કે મનના શુભ પરિણામ અને કષાયની મંદતા કરે અને તેને ધર્મ ન માને તો તે સાધન કહેવાય. સર્વજ્ઞ વીતરાગ ભગવાનના અનેકાન્ત સ્વરૂપના ન્યાયની વિધિ સમજે કેઃ આત્મા જ્ઞાનમાત્ર, અવિનાશી, પવિત્ર છે, અબંધ છે, અક્રિય છે, શુભાશુભ વિકલ્પરતિ અવિકારી છે. સર્વજ્ઞ ભગવંતે જેવો આત્મા કહ્યો છે તેવો પ્રમાણ કરીને, પૂર્વાપર વિરોધરહિત પોતાનું યથાર્થપણું માને તો સત્તમાગમવડે આત્મતત્ત્વની પ્રાપ્તિ સુલભ છે; પણ સ્વચ્છંદે અજ્ઞાનવડે દુર્લભ છે. શુષ્કજ્ઞાનથી પણ કલ્યાણ નથી એમ કહ્યું છે. પુણ્યાદિક્રિયાથી અને દેહાદિ વડે વ્રત, તપ, ચારિત્રથી તથા બુદ્ધિબળથી પણ સમ્યાન પ્રાપ્ત થતું નથી; પણ સર્વજ્ઞપ્રમાણ ન્યાયથીસમજણની વિધિથી પ્રાસની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોના જાણપણાવડે, મનની ધારણાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી હોત તો અનંતવાર આચારાંગ આદિ અગિયાર અંગ કે જેમાં સંખ્યાતા કરોડો શ્લોક હોય છે તેનું જ્ઞાન કર્યું છતાં પ્રાપ્તિ કેમ ન થઈ ? વળી જૈનધર્મની વ્યવહા૨થી શ્રદ્ધા કરી, ચારિત્ર પણ પાળ્યું, મનની ધારણારૂપે વ્યવહારદર્શન, જ્ઞાન, ચારિત્રનો સ્વીકાર પણ કર્યો, વ્યવહા૨થી જિનઆજ્ઞાને માની છતાં હજી ભવભ્રમણ દેખાય છે, ભવનો અંત દેખાતો નથી. આત્મજ્ઞાન સિવાય બધુંય કર્યું પણ એ કર્મભાવથી અંશમાત્ર સદ્ધર્મ પ્રગટયો નહિ. આત્મામાં અતીન્દ્રિય આનંદ શાંતિ છે. તેનું વેદન થયું નથી તેથી હજી સત્ સમજાયું નથી. આત્મામાં જ અસંયોગી, અતીન્દ્રિય આનંદ છે. મન, ઇન્દ્રિયથી ભિન્ન સહજ આનંદ-ચૈતન્ય સ્વભાવની શાંતિ છે તેનો અનુભવ પ્રગટ થવો જોઈએ. તે જાતની વિધિ, પુરુષાર્થની સ્થિરતા Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬] [ ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અનેરી છે. સત્સમાગમ, ગુગમ અને યથાર્થ સમજણનો વિવેક પૂર્વાગ્રહ (મતાર્થ,માનાર્થ) છોડ્યા વિના નહિ સાંપડે, આત્માને સમજવાની સાચી રુચિ થયે સત્સાધન, સત્સમાગમ તથા સદ્ગુરુ અવશ્ય મળે જ. અને તેથી યથાર્થ વિવેકમય સ્વભાવ જાગૃત રહે. ૭. હવે આત્માર્થીનાં ખાસ લક્ષણ કહે છે : જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એ. ૮ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે તે યથાસ્થાને સમજવું એટલે જ્યાં તત્ત્વદેષ્ટિ સંબંધી વાત (ન્યાય) હોય ત્યાં શુદ્ધદ્રવ્યની વાત સમજે. જે જે અપેક્ષા (દષ્ટિ) થી જે જે ન્યાયનું પ્રયોજન હોય ત્યાં તેમ જ સમજે અને જ્યાં પુરુષાર્થવડે રાગ-દ્વેષ ઘટાડવાનું કથન હોય ત્યાં પરમાર્થહેતુરૂપ વ્યવહાર યથાયોગ્ય સમજે, એકાંતદષ્ટિ પકડી ન રાખે. પ્રશ્ન :- પરમાર્થે આત્મા અકષાયી કહ્યો છે, છતાં તમો રાગદ્વેષ આદિ બાહ્ય-આત્યંતર પરિગ્રહ ત્યાગ કરવાનું કેમ કહો છો? જ્ઞાનમાત્ર આત્મામાં બીજું કાંઈ (ઉપાધિ માત્ર) નથી, પૂર્વે અનંતવાર કષાયની મંદતા, ત્યાગ, વૈરાગ્ય, ચારિત્ર વગેરે કર્યું છતાં તે શુભ પરિણામથી આત્મજ્ઞાન ન થયું એમ તમે આગળ કહ્યું હતું ને? ઉત્તર :- પુખ્યવડે કે જોગની ક્રિયાવડે અકષાયી આત્માને લાભ ન થાય. શુદ્ધભાવ વિના ધર્મ નથી; એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. કોઈ એકાંત નિશ્ચયકથન પકડીને પરમાર્થભૂત પુરુષાર્થરહિત થાય, મારે રાગ-દ્વેષ સર્વથા નથી એમ માને અને સ્વચ્છંદમાં વર્તે તો હજી મંદકષાય, અંતર ત્યાગ-વૈરાગ્ય થયા વિના જશે કયાં? નરક, નિગોદ આદિ અશુભ ગતિમાં જશે. જ્ઞાનીનો ઉપદેશ અશુભ પરિણામમાં ( પાપમાં ) જવાનો ન હોય. (જીવ એકાંત પકડે છે તેનું દૃષ્ટાન્તઃ- કોઈએ કહ્યું કે પડીશ તો મરીશ. આ સાંભળનારે કજીયો માંડ્યો કે મરવાનું કેમ કહ્યું? ખરી રીતે તો કહેનારે તેને પડતો બચાવવા કહ્યું છે, છતાં તે અધૂરું સમજે અને એકાંત પકડે તેને શું થાય !) શાસ્ત્રમાં મોક્ષમાર્ગનું કથન હોય ત્યાં એમ જ આવે છે કે પુણ્યપરિણામ સર્વથા હોય (ત્યાગવા યોગ્ય) છે, પાંચ મહાવ્રત આદિ સર્વ શુભ પરિણામ તે આસ્રવ છે. કર્મભાવ છે માટે છોડવા યોગ્ય છે. પણ હજી જે જીવ પરમાર્થતત્ત્વને પામ્યો નથી, રાગ, દ્વેષ, અજ્ઞાનભાવમાં ટકયો છે અને મંદ કષાયનો પુરુષાર્થ છોડીને સ્વચ્છેદે અનાચારમાં વર્તે છે તેને મુમુક્ષુપણું પણ સંભવે નહિ. વળી ધર્માત્મા સાધકને હજી ચારિત્રની અધૂરાશ છે, અભિપ્રાયમાં રાગાદિ અસ્થિરતા સર્વથા હેય (ત્યાગવા યોગ્ય) માને છે, પણ વચ્ચે શુભપરિણામ અને શુભ નિમિત્ત આવે જ, આ શુભનો નિષેધ કરી અશુભમાં વર્તનાર કંઈ સમજ્યો નથી. જે મુમુક્ષુ-મોક્ષમાર્ગી છે તે સાધકસ્વભાવનો પરમાર્થભૂત વ્યવહાર એટલે નિશ્ચયસ્વરૂપને લક્ષ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮] [ ૩૭ રાગ ટાળવાનો પુરુષાર્થ કરે જ છે અને જ્યાં જેમ ઘટે તેમ જ સાચું સમજે છે. શાસ્ત્રમાં અનેક ઠેકાણે કદાચ કથનમાં વિરોધ જેવું દેખાય તો તેનો પરમાર્થ આશય નયની અપેક્ષાથી સમજી લે, કયાંય મૂંઝાય નહિ. વળી શાસ્ત્રમાં શુભપરિણામથી બંધ થાય છે એમ કહ્યું છે, માટે મારે શુભ પરિણામ (મંદકષાય) નથી કરવા, દેવ-ગુરુ-ધર્મની ભક્તિરૂપ વ્યવહાર વિકલ્પથી પુણ્યબંધ છે, એમ એકાંત પક્ષને પકડીને કહે કે મારે તો આત્માનું ધ્યાન કરવું છે, હું વિકલ્પ કરું, શાસ્ત્ર વાંચું અથવા પ્રભાવના આદિ કાર્યમાં જોડાઉં તો મારા જ્ઞાન-ધ્યાનમાં ખલેલ પડે, પણ સાચી દૃષ્ટિનું લક્ષ તારામાં નથી, અંતરસ્થિરતા વિના જોગની સ્થિરતાથી તું શું કરવાનો છો? તે સંબંધમાં જયસેન આચાર્ય પ્રવચનસારની ટીકામાં કહે છે કે તું ગૃહસ્થ હો, કદી મુનિ હો, પણ જો તને તારા દેહ માટે સગવડતાની સાવદ્યવૃત્તિ આવતી હોય, તને રોગથી સુધાથી પીડા તથા આકુળતા થતી હોય, કોઈ મારી સેવા કરે એ આદિ ભાવ હોય તો દેહ ઉપર તને વ્હાલપ વર્તે છે અને બીજા મુનિની સેવા, વૈયાવૃત્ય, ભક્તિમાં તને ઉત્સાહુ નથી તો તું પાપી છો, ધર્માત્મા નથી. કદી તું વીતરાગી થઈ ઠરી ગયો હો તો કંઈ વ્યવહારનો પ્રશ્ન રહેતો નથી. પણ જે રાગમાં અટકયો છે, છતાં વિવેકહીન થઈને દેવ-ગુરુ-ધર્મ તથા મુનિ વગેરે પરપદાર્થ છે, પુણ્યથી બંધ થાય છે માટે તે હેય છે, એમ માને છે અને શુભ નિમિત્તને ટાળી અશુભમાં પ્રવર્તે છે તે મિથ્યાષ્ટિ છે, કારણ કે તેને વીતરાગી ધર્મનું બહુમાન નથી. જ્યાં લગી પોતાની સગવડતા ટકી રહે એવા વિષય-કષાયના સંસારભાવ ઊભા છે ત્યાં લગી જિનશાસન ટકી રહો, દેવ, ગુરુ, ધર્મ, સસ્વરૂપ જયવંત વર્તો એવો અપૂર્વભાવ તથા ઈષ્ટ નિમિત્તની ભક્તિનો ઉત્સાહ રહેવો જોઈએ. સ્ત્રી, ઘર, કુટુંબ આદિ વ્યાપારમાં રાગબુદ્ધિ છે તે પાપબુદ્ધિ છે. તેમાંથી નિવૃત્તિ લઈને સાચા દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, સુપાત્રે દાન, વીતરાગી શાસનની પ્રભાવના, જિનપૂજા, ભક્તિ અને વૈયાવૃત્યને યોગ્ય સાધર્મી આત્માની સેવા કરવાનો ભાવ જેને નથી તે અધર્મી છે. દેહાદિ, સ્ત્રી, પુત્રાદિ વગેરેમાં પ્રેમ છે પણ પરમાર્થનિમિત્તમાં પ્રેમઆદર નથી તેને ધર્મની રુચિ નથી, પાપની રુચિને પોષણ આપે છે, પવિત્ર ભાવનાને પોષણ આપનારા સાચા દેવ, ગુરુ, ધર્મ વિષે આદર નથી. તે જીવ ધર્મસ્નેહ, પ્રશસ્ત રાગનો નિરોધ પાપમાં ટકીને કરનારો છે. સધર્મની ઉન્નતિ ઇચ્છતો નથી તેથી તે પાપી જીવ છે. જે મુમુક્ષુ છે તેને યથાયોગ્ય વિવેક હોય, પરમાર્થ અને પરમાર્થભૂત વ્યવહાર તથા નિમિત્તભૂત વ્યવહાર તેને જેમ છે તેમ જાણે. હિત-અહિત હોય-ઉપાદેય બરાબર સમજે અને ભક્તિ, વિનય, સત્સમાગમ, વૈરાગ્ય વગેરે જ્યાં જેમ ઘટે તેમ વિવેક કરે. વીતરાગી પવિત્ર તત્ત્વની દૃષ્ટિ હોય ત્યાં ભૂંડા રાગની (સંસારની) દિશારાગની રુચિ ન બદલાય તે કેમ બને? જ્યાં લગી નિગ્રંથ મુનિપણું અને જ્ઞાનની સ્થિરદશા નથી ત્યાં લગી આત્મધર્મની ઉન્નતિમાં ઈષ્ટ નિમિત્તની ભક્તિ, પ્રભાવના વગેરે શુભ પ્રસંગ મેળવવાનો પ્રેમ આવ્યા વિના ન રહે. જો પરમાર્થને પામ્યો હો તો આત્માની પવિત્ર વીતરાગ દશામાં ઠરી જા, પણ જ્યાં લગી અપ્રશસ્ત રાગ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સંસારનો પ્રેમ છે ત્યાં લગી સાચા પરમાર્થને અનુકૂળ નિમિત્તનો અનાદર (અનુત્સાહ) રાખે તો તે મહા અજ્ઞાનતા છે. કોઈ એકાંતદેષ્ટિ પકડીને દેહાદિના ક્રિયાકાંડમાં અટકયા છે, કોઈ સાચા નિમિત્તને નિષેધવામાં–નિંદા કરવામાં, કોઈ મનની ધારણામાં, કર્મભાવમાં અટકયા છે, લોકોને ભૂલાવાનાં સ્થાન જ્યાંત્યાં ઘણા છે. અનાદિથી ઊંધી દૃષ્ટિ, જ્ઞાનની (સસ્વરૂપની) વિરાધના અને સાચી પરીક્ષાનો અભાવ હોવાથી ધર્મઘેલા જીવોને ઠામઠામ ઊંધું સમજાવનારાનો યોગ સાંપડે છે. પોતાની સગવડતા રાખવી છે. પોતાની નિંદા થાય એ ગોઠતું નથી, તો પછી સુપાત્ર મુનિ કે કોઈ સાધર્મીભાઈની સેવા કેમ ગોઠતી નથી, તથા વીતરાગધર્મની પ્રભાવનાની નિંદા થતી કેમ ગોઠે છે? ધર્મની રુચિ હોય ત્યાં સંસારનો કે દેહાદિનો અશુભ રાગ છોડવા માટે શુભ પરિણામ કરવાની ના પાડી નથી, કારણ કે સન્ની રુચિ હોય તેને પ્રશસ્ત રાગ થયા વિના રહેશે નહીં; છતાં તે રાગનો રાગ નથી. પરમાર્થમોક્ષમાર્ગમાં શુભભાવનો (-પુણ્ય પરિણામનો ) નિષેધ છે; પણ કયારે? કે આત્મજ્ઞાન સહિત પુરુષાર્થ વડે અંતરંગ અભિપ્રાયમાંથી શુભ-અશુભ બેઉ વિકારી ભાવોનો નિષેધરૂપ અબંધભાવ ઊભો રાખે તો. વળી ધર્માત્માને અધૂરું ચારિત્ર છે ત્યાં લગી નિશ્ચયસ્વરૂપના લક્ષે ધર્મની પ્રભાવનાના ભાવો થાય છે, પણ શુભ પરિણામથી તથા દેહની ક્રિયાથી તે ધર્મ માનતો નથી; અકષાયના લક્ષે તીવ્રકષાય ટાળવાનો પુરુષાર્થ તે અકષાયમાં જવા માટે નિમિત્ત છે તેમ જાણે છે, વળી કોઈ નિશ્ચયસ્વરૂપના અનુભવ વિના માત્ર દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, દેહાદિની ક્રિયા વગેરે વ્યવહારધર્મને જ ઉપાદેય માને, જોગની ક્રિયાથી સાધન માને અને પુણ્યપરિણામમાં રોકાઈ જાય તો સાચો પુરુષાર્થ નથી. નિશ્ચયના લક્ષ વિના મંદ કષાય તે વાસ્તવિક મંદ કષાય (એટલે પ્રશસ્ત રાગ) નથી, છતાં જેને સ્વાનુભવદશા પ્રાપ્ત થઈ નથી તેને આ શુભભાવ છોડી અશુભમાં જવું એમ કોઈ શાસ્ત્રમાં કહ્યું નથી. દેવ, ગુરુ, ધર્મ એ ત્રણે વીતરાગસ્વરૂપમાં છે. તેનો પરમાર્થ ગ્રહીને સ્વતન્ત સંબંધી રુચિ વધારે. સાચું સમજવાનો પુરુષાર્થ થતાં શુભ પરિણામના વિકલ્પ અને શુભ નિમિત્ત પણ સાથે આવે જ. જે તેનો નિષેધ કરે અને સંસારના અશુભ રાગાદિમાં વર્તે તેને પાત્રતા જોઈતી નથી. અશુભ આચારનો આદર કરીને જશે કયાં? તેને પવિત્ર ધર્મની રુચિ જ નથી. પણ દેહાદિ સંસાર રાખવાની રુચિ છે. રૂ. ૨૫OOO નું મકાન કરવું હોય તો બરાબર વ્યવસ્થા રાખવાના ભાવ કરે, વખતની કાળજી રાખે, જાતે દેખરેખ પણ રાખે, મજુર વગેરે શું કરે છે, કાંકરી સારી છે કે નહિ, ચૂનો ચીકણો નહિ હોય તો આ હજીરો (મકાન) વહેલો પડી જશે, એના પાયા મજબૂત અને ઊંડા કરવા વગેરે કાળજી (રુચિ) રાખે, પણ મારા સસ્વરૂપની શ્રદ્ધાના પાયાનું શું? પવિત્ર દેવ, ગુરુ, ધર્મની ભક્તિ કે પ્રભાવનામાં ભક્તિ વડે આદર કર્યો નથી તો મરીને કયાં ઉતારા કરશે? સત્ દેવ, સત્ ગુરુ, સત્ ધર્મની ભક્તિ-પ્રભાવનાનાં નિમિત્તો મેળવવા પ્રત્યે અરુચિ રાખનારા આરંભ-સમારંભનાં બહાના બતાવે છે. પણ પોતાને ઘેર લગ્ન આદિ પ્રસંગમાં તે રુચિ રાખે છે-તેનો અર્થ એ છે કે તેમને ભૂંડા રાગની રુચિ છે. ઇષ્ટ નિમિત્તોની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮] [૩૯ શોભા, દેવ, ગુરુ, ધર્મની પ્રભાવના-ભક્તિ એ પ્રશસ્ત રાગ છે, તે પરમાર્થે હેય છે; પણ હું કોણ છું, કેવડો છું તેનું જેને જ્ઞાન નથી તે શુભનો નિષેધ કરીને જાણે ક્યાં? જેને સ્વરૂપની દૃષ્ટિ થાય તેને રાગની દિશા બદલાયા વિના ન રહે, કારણ કે સાધનદશા છે ત્યાં લગી રાગ થઈ જાય. પવિત્ર જિનશાસનની શોભા, જિનપ્રતિમાની ભક્તિ અને દેવ, ગુરુ, ધર્મનું બહુમાન થાય તેવી ભાવના થવી જોઈએ જો મનની વૃત્તિ તૂટીને વીતરાગદશામાં સ્થિર થઈ ગયો હોય તો તેને કોઈ કહેતું નથી કે તું વિવેક લાવ. વળી જેને સાચી દૃષ્ટિ છે તે નિત્ય શાસ્ત્ર વાંચન, મનન, શ્રવણ અથવા જ્ઞાનધ્યાન અને સપુરુષની ભક્તિમાં, જિનઆજ્ઞામાં વર્તતો હોય જ, તેને જ્યાં જ્યાં જે જે પરમાર્થ ઘટે તેની સમજણ અને વિવેક હોય જ. અંતરંગ અભિપ્રાયમાં એમ સમજે કે હું પૂર્ણ શુદ્ધ વીતરાગ છું, રાગનો અંશમાત્ર મારામાં નથી. આ પરમાર્થષ્ટિમાં સ્થિર થવા ટાણે તો શુભ વિકલ્પનો પણ નિષેધ હોય, પણ સ્થિરતાનો પુરુષાર્થ (રાગ ટાળવાનો પુરુષાર્થ) કરતાં મંદ કષાય (શુભભાવ) થઈ જાય છે. અશુભમાં જ ઊભેલાઓ શુભનો નકાર કરે તો તે આત્માર્થ નથી. ગૃહસ્થપ્રસંગમાં, ઘરબાર, છોકરાનાં લગ્ન વગેરે પ્રસંગોમાં કાળજી રાખવાની વૃત્તિ રાખે છે, સંસારનું રૂડું દેખાડવાની ઇચ્છા છે અને પવિત્ર વીતરાગમાર્ગની શોભા, જિનશાસનની ઉન્નતિ અર્થે તન, મન, ધન, ખર્ચવામાં સંકોચ કરે તેને સત્નો અનાદર છે. કદી તું એમ કહે કે આત્મા શુદ્ધ છે, અકષાયી છે તો તેને જ્ઞાની કહે છે કે તારે માટે તે નથી, કારણ કે પવિત્ર જ્ઞાયક રહે તો ઠીક છે, પણ જ્યાં જ્યાં ધર્મપ્રભાવના-ભક્તિનાં નિમિત્તોની જરૂર જણાય ત્યાં લોભ-કષાય ઘટાડવો જ જોઈએ તેને બદલે કોઈ લોભ વધારે અને કહે કે શું કરીએ? અમે સંસારી વ્યવહારમાં બેઠા છીએ, અમારે ઘર-વ્યવહારમાં તો ધન ખર્ચવું જોઈએ. આમ ધર્મપ્રભાવના પ્રત્યે દુર્લક્ષ કરનારને આત્માની રુચિ નથી. આત્મજ્ઞાનદશા પામ્યો હોય તે પણ જ્યારે નિર્વિકલ્પ-સ્થિર ઉપયોગમાં ન ટકી શકે ત્યારે શાસ્ત્રઅભ્યાસ, સ્વાધ્યાય, દેવ, ગુરુ, ધર્મની ભક્તિનું પરમાર્થને લક્ષ આલંબન લે છે. ધર્મની પ્રભાવના નિમિત્તે યથાશક્તિ બધું કરે છે; પોતાને અકષાય (પૂર્ણ પવિત્ર) સ્વભાવમાં જવું છે તેથી કષાય ઘટાડવાનાં નિમિત્તો પુરુષાર્થ વડે મેળવશે, ધર્મસાધનામાં ધન ખર્ચીને અથવા પોતાનો વીતરાગી (દેવ, ગુરુ, ધર્મ) પ્રત્યેનો પ્રેમ વધારીને પણ ધર્મની પ્રભાવના કરશે. આત્માર્થી પોતાનો પુરુષાર્થ (શક્તિ) ગોપવે નહિ, શુભથી ડરે નહિ. વર્તમાન ઘણા લોકો નિશ્ચયાભાસમાં વર્તે છે, અશુભમાં વર્તે છે, તે કદી ધર્મની વાતો ભલે કરતા હોય પણ તેને સંસારનું પોસાણ છે, મોક્ષસ્વભાવનું પોસાણ નથી, કારણ કે તેઓ પુણ્યની રુચિ રાખીને એવું માને છે કે અમે પુણ્યને સંસારનું ફળ માનીએ છીએ. પુણ્યથી ધર્મ નથી, પણ ભાઈ રે! ઊભો રહે, વિચાર કર કે હું ક્યાં ઊભો છું? કોના તરફ વલણ છે? કોની રુચિ છે? તેનો વિવેક (સમજણ અથવા ભેદજ્ઞાન) હોવો જોઈએ. ધર્મી જીવને જ્ઞાનનો ઉપદેશ છે કે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦] આત્માને ઓળખો, ૫૨માર્થના લક્ષે વિષય-કષાય ઘટાડો, શાયકસ્વભાવની મોટાઈ જાણો અને ધર્મની રુચિ વધારવાના નિમિત્તે દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, પ્રભાવના કરો. તીવ્રકષાય ઘટાડી મંદકષાયનો પુરુષાર્થ ક૨વા શુભનો ઉપદેશ પણ આપે. આત્માર્થીને જ્યાં જે નિમિત્ત દેખાય તેનો ૫૨માર્થ સમજી લે છે. દ્રવ્યસ્વભાવથી શુદ્ધ, અબંધ, નિરપેક્ષ છે તેમ જ માને, અનેકાંત ન્યાયર્દષ્ટિને યથાસ્થાને સમજે, પુરુષાર્થને ઉથાપે નહિ. પુરુષાર્થ હેતુ વ્યવહા૨નો ઉપદેશ પણ ૫૨માર્થને લક્ષે પ્રેમથી સાંભળે, નિત્ય સ્વાધ્યાય, બાર ભાવના, વાંચન, મનન, તથા સસ્વરૂપની ભાવના વડે રાગ, દ્વેષ, પ્રમાદ ટાળવાનો ઉપદેશ ગ્રહણ કરે; હું અકષાયી છું, અસંયોગી છું, ૫૨ધર્મથી ભિન્ન, અખંડ જ્ઞાનમાત્ર છું; એમાં સ્થિર રહેવા માટે વર્તમાન અવસ્થામાં રાગાદિ કષાય ઘટાડવાનો પુરુષાર્થ ઠેઠ પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં લગી રહે છે. [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ચાર જ્ઞાનના સ્વામી ગણધદેવ તથા જ્ઞાની ધર્માત્માઓ પણ વીતરાગદેવનો ઉપદેશ સાંભળે છે. ઉપદેશમાં નિમિત્તની ભાષા આવે કે રાગદ્વેષ, પ્રમાદનો નાશ કરો, અલ્પ પણ પ્રમાદ કરો નહિ. અભિપ્રાયમાં જાણે છે કે ૫૨માર્થે મારા સ્વભાવમાં રાગ-દ્વેષ-પ્રમાદ નથી પણ હજી વર્તમાન અધૂરી અવસ્થા છે તેથી ૫૨લક્ષે મલિનતા થઈ જાય છે, એમ નિશ્ચય અને વ્યવહાર બેઉ ન્યાય ધર્માત્મા જ્યાં જેમ ઘટે ત્યાં તેમ સમજે છે. ૫૨માર્થને લક્ષે એકને મુખ્ય અને બીજાને ગૌણ એમ યથાસ્થાને વિવેક વિના પુરુષાર્થ કોણ કરે ? બધી સમજણ પોતાને જ કરવી પડશે. ગો૨ ૫૨ણાવી દે પણ સંસાર ચલાવી ન દે, તેમ શ્રીગુરુ સાચા પરમાર્થની દશા બતાવે પણ કોઈ જીવ અજીવને પરિણમાવી ન શકે. કારણ કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે. મર્મ કહ્યો નથી. ગુરુગમનો મહિમા પોતાની સમજણમાં ઉતા૨વો જોઈએ. ૫૨ભાવનો ત્યાગ, સંસાર પરિગ્રહથી તથા દેહાદિ વિષયોથી વૈરાગ્ય એ ત્યાગ-વૈરાગ્યનો પુરુષાર્થ ૫રમાર્થ લક્ષે થવો જોઈએ. વીતરાગર્દષ્ટિની દૃઢતા માટે અંતરંગ જ્ઞાનની સ્થિરતાનો પુરુષાર્થ જોઈએ. તેમાં પાત્રતા અને સત્સમાગમનું બળ જોઈએ. શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન હોય તેને કોઈ સ્વચ્છંદવડે સમજવા માગે તો સમજી શકે નહિ. જે મતાર્થી હોય, માનાર્થી હોય તે પોતાના આગ્રહને પોષે, ઊંધી ખતવણી કરે અને સાચા ૫૨માર્થનો તથા પુરુષાર્થનો નિષેધ કરે. મતાર્થી એટલે ધર્મના નામે પક્ષપાતમાં રોકાયેલો માને કે આ જ ધર્મ સાચો છે, અમારો કુળપરંપરાનો ધર્મ છે તે મારાથી કેમ છોડાય ? એ પ્રકા૨ના મતાર્થી મતાગ્રહ જુએ છે, આત્મા જોતા નથી. વળી માનાર્થીને માન ગોઠે છે (રુચે છે), પોતાની હીણપ અને બીજાની મોટપ તે દેખી શકતો નથી, વળી ઘણા જીવો શાસ્ત્રના શબ્દો ધારી રાખે છે, પણ જ્ઞાનીનાં વચનોનો આશય અને ૫૨માર્થ નથી જાણતા; માત્ર પોતાના સંપ્રદાયનો આગ્રહ રાખે છે. વળી કોઈને દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, જિનશાસનની સેવા આદિ શુભ પ્રસંગમાં નિમિત્ત Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૧ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮] થવામાં બાધા દેખાય છે તેનું કારણ પોતાને દેહાધ્યાસ છે; ધન તથા શરીરની મમતા છે. કોઈએ બુદ્ધિબળ વડે શાસ્ત્રોનું જાણપણું ધારી, કથનમાત્ર તત્ત્વ વિચારવામાં ચર્ચા કરવામાં જ જ્ઞાનીપણું માન્યું છે તે પણ પરમાર્થ અને વ્યવહાર રહિત છે, પુરુષાર્થ રહિત છે, કારણ કે એકાંત માન્યતાના આગ્રહમાં રોકાય છે. કોઈ એમ માને કે આત્મા શુદ્ધ જ છે, જ્ઞાતા, સાક્ષીમાત્ર જ છે, અક્રિય છે, માટે હું આમ કરીશ તો કર્તાપણું આવી જશે, મમતાપણાનો દોષ આવશે; કોઈની સેવા, દાન, પુણ્યમાં નિમિત્ત થઈ જઈશ તો રાગ-દ્વેષ થશે, આમ બોલું તો આમ દોષ આવશે, દેવ, ગુરુ ધર્મની ભક્તિમાં નિમિત્તાધીનપણું આવશે એ આદિ કલ્પનામાં રોકાય તો તે પુરુષાર્થ છોડી સ્વચ્છંદતામાં વર્તે છે. અકર્તાની ભાષાને સાંભળવામાં તત્ત્વને ભૂલીને વેદિયાવેડામાં તથા વાદવિવાદમાં અટકે છે અને સાચા પરમાર્થને પોષક જે ઈષ્ટ નિમિત્તો-સત્ દેવ, ગુરુ, ધર્મ, તેની રુચિ, આદર, બહુમાન, ભક્તિનો ઉપક્ષક થઈ બીજાં ન્હાના બતાવે છે, તેનું કારણ નિશ્ચયાભાસ દૃષ્ટિ છે, દેહાદિ સંસારની મમતા છે. શાસ્ત્ર વાંચીને એકાંત નિશ્ચયના શબ્દો મનમાં ધારી રાખ્યા હોય છે તે સંબંધી રાગમાં રોકાય અને પુરુષાર્થરહિત થઈ સ્વચ્છંદમાં વર્તે અને કહે કે મંદકષાય (શુભ પરિણામ) તો ઉદય કર્મની અવસ્થા છે, આત્માની નથી, આત્મા અકર્તા-અભોક્તા છે. પણ એ પવિત્ર પરમાર્થદશા તો પ્રગટાવ! હું અખંડ જ્ઞાયક સાક્ષી છું એ પરમાર્થ અને તે જાતનું બળ તો આવ્યું નથી, તેથી માત્ર વાતો કરે છે અને કષાય ઘટાડવાના ઈષ્ટ નિમિત્ત (દેવ, ગુરુ, ધર્મ) નો અનાદર કરવારૂપ સ્વચ્છંદમાં વર્તે છે, જીવ પોતે ભૂલ કરે છે તે ટાળવા માટે શ્રીમદ્ રાજચંદ્ર સત્સમાગમ સલ્લાસ્ત્રનો અભ્યાસ, દેવ, ગુરુ, ધર્મની ભક્તિ તથા સરુના સમાગમની ખાસ ભલામણ કરી છે. હું કાંઈ જાણું છું એ આદિ સ્વચ્છેદ-પ્રતિબંધવાન જીવ શરૂઆતનાં સાધન પણ ન ગ્રહી શકે અને બીજી કલ્પનામાં પ્રવર્તે; પણ આત્માર્થ પામે નહિ. ગાથા ૬-૭ નો અર્થ ઘણો વિશાળ છે. તેમાં ઘણો આશય સમાય છે, શુષ્કજ્ઞાનીને કહ્યું કે હજી કષાય-મમતાનો ઘટાડો નથી, હેઠેથી ઉપડયો નથી ત્યાં જો એમ માનીશ કે હું જ્ઞાની છું તો પછી આગળ વધવાની તક પણ નથી. અનંતકાળથી સ્વચ્છંદમાં જ રખડવું થયું છે. જેમ છે તેમ મધ્યસ્થપણે ઊભો રહી, સર્વજ્ઞ વીતરાગની આજ્ઞા સમજવાનો યથાર્થ ઉપાય સત્સમાગમ અને પાત્રતા વડ અભ્યાસ કરે તો સમજાય તેમ છે. અનંત કાળથી આત્માના નામે સ્વછંદ અને મતાગ્રહથી બધુંય બહારનું કર્યું છે, એટલે શ્રીમદે નિષ્કારણ કરુણાથી આત્માર્થી જીવોના હિત માટે આત્મસિદ્ધિ શાસ્ત્ર રચ્યું છે. જેનો આત્મા સાધકસ્વભાવે છે તે જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં તે તે કાર્ય વિવેક સહિત કરે છે. કોઈ જીવ પોતાને ધર્મી માનતો હોય તે દીકરાની કે સ્ત્રી, કુટુંબની કોઈ નિંદા કરે તો તેની સામે કજ્યિાં કરવા તૈયાર થાય પરંતુ જે વખતે ધર્માત્માની નિંદા થાય, દેવ, ગુરુ, ધર્મની હીલના થાય ત્યારે કહે કે આપણે મધ્યસ્થ રહેવું જોઈએ, ધર્માત્માને તો સમભાવ હોય, શાસન તો નભવાનું જ છે, તો તે ઊંધો વીતરાગી છે. પરમાં કર્યું થતું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નથી માટે આપણે સમભાવ રાખવો એવું કહેનારા દુબુદ્ધિઓ સાચા નિમિત્તની અવગણના કરે છે. ધર્મપ્રભાવનામાં ઉદાસીન રહેવું છે અને ઘરમાં, સંસારમાં નભાવી રાખવાની કાળજી કરવી છે એ વિપરીત દષ્ટિવાળો છે, એને આત્માનો આદર નથી, પ્રેમ નથી કોઈ કહે કે દેવ, ગુરુ, ધર્મ તો વીતરાગ છે, માટે ધર્મના બહાને રાગ ન કરાય. તે વાત પરમાર્ગે સાચી છે. ઘરબારથી અને શુભ વિકલ્પથી પણ એકાંત ઠરી જા; સિદ્ધ ભગવાનને શાસન કેમ ચાલશે તેનો વિકલ્પ નથી એવો થઈ જા, તો એ દૃષ્ટિ અને વર્તન મોક્ષનું કારણ છે, પણ પ્રથમ ભૂમિકા તૈયાર કર. સિદ્ધભગવાન અને વિતરાગદશાની વાતો, વાતો કરવા માટે નથી, પણ ઠરવા માટે છે. તત્ત્વદેષ્ટિના યથાર્થ અભિપ્રાયના ભાનસહિત જે જે જ્યાં જ્યાં યોગ્ય છે તે તે ન્યાયને યથાર્થ સમજે અને આચરે, મુમુક્ષુ જીવોને ધર્મ પ્રભાવના આદિ શુભ પ્રસંગોમાં બહુમાન, વિનય, ભક્તિ આવ્યા વિના ન રહે, જ્યાં પુરુષાર્થનું પ્રયોજન છે, જ્ઞાનીની એટલે વીતરાગ ભગવાનની આજ્ઞાનું આરાધન છે ત્યાં નમ્રતા અને વિવેક હોય જ. જેણે મતાગ્રહથી અભિપ્રાય બાંધ્યો છે તે પોતાને અનુકૂળ યુક્તિ મળે એવી વાત આવે ત્યાં ઘોડો થઈ જાય છે. જેને સાધકસ્વભાવ ઉઘડયો છે તે જીવ યથાસ્થાને યથાર્થ ન્યાય વિચારીને સમજે છે; અને એવું સમજવાની જેને કામના છે, જે અવિરોધ ન્યાય સમજવાનો કામી છે અને જે યથાર્થ છે તે આચરવાનો કામી છે તે આત્માર્થી કહેવાય. શ્રીમદે કહ્યું છે કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ અત્યાર સુધી પદાર્થનો બોધ પામ્યો છે પણ તે ઉપર લક્ષ ન કરતાં જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને આત્માનું લક્ષ કરે તો આત્મધર્મ સહેજે પમાય છે. હું કાંઈક જાણું છું, મારામાં તુલનાત્મક શક્તિ છે, એવી ડંફાસ વડે કેટલાક જીવો અનંતજ્ઞાની મહાપુરુષો થઈ ગયા તેમના અતીન્દ્રિય ન્યાયની તુલના કરતા નથી. કયાં સ્વચ્છેદ પોષાય છે તે પ્રત્યે દુર્લક્ષ કરે છે; એને અપૂર્વ લોકોત્તરમાર્ગ કેમ સમજાય? એ માટે સત્પરુષની ઉપાસના, વિનય, સત્સમાગમ કરવા જણાવ્યું છે. જ્યાં જ્યાં સમજવું ઘટે ત્યાં ત્યાં યથાર્થ સમજે અને જે જે આચરવું ઘટે તે આચરે એટલે કે ધર્માત્મા જ્ઞાનીના માર્ગે જેને વર્તવાની કામના છે અને સત્પરુષો જે સમજે છે, આચરે છે તે જ મારે સમજવું છે, આચરવું છે તેવી સાચી જિજ્ઞાસા જેને છે તે આત્માર્થી છે. ૮ ' હવે દેવ, ગુરુ, ઘર્મની ભક્તિ અને સાચા સદ્દગુરુને સેવવા વિષે કહે છે. કારણ કે જીવ અનંતવાર બાહ્ય ત્યાગ-વૈરાગ્યમાં અટકયો છે. આત્માનું ભાન થયું નથી, તેનું કારણ યથાર્થ વિવેકનો અને તુલનાત્મક શક્તિનો અભાવ છે. આદરણીય શું અને ત્યાગવા યોગ્ય શું તે યથાર્થ સમજવાનો ઉપાય કોણ બતાવે તે હવેની ગાથામાં કહે છેઃ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] [૪૩ સેવે સદ્દગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. ૯ પ્રથમ પદ આવ્યું હતું કે : “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” જે પદ કહ્યું તે પદ તને સમજાયું નથી તેનું કારણ સ્વચ્છેદ અને પ્રતિબંધ છે. તેમને ટાળવાની વિધિ પોતાની મેળે ન સમજી શકે, માટે જે યથાર્થ તત્ત્વને સમજ્યા છે એવા સદ્ગુરુ પાસે પોતાનો વિવેક સમજવા માટે, પોતાના મત, આગ્રહ, માનાદિનો પક્ષ છોડી દઈને સરળ ભાવે સદ્ગુરુનાં ચરણને સેવવાં. પોતાની પવિત્રતાએ ઇષ્ટ નિમિત્ત આવે છે. પોતાના સ્વચ્છંદ, પ્રતિબંધનો ત્યાગ કર્યો એટલે પોતાને સાચો માર્ગ અને જ્ઞાની પુરુષની ઓળખાણ થવાની જ છે. નિર્માની થઈ સદ્ગુરુનાં ચરણને સેવે. “હાડકાંની સેવા નહિ પણ આજ્ઞાની આરાધના” સગુનાં લક્ષણો જાણીને તેમની ચરણોપાસના કરવી એટલે વિનય સહિત સર્બોધ ગ્રહણ કરવો અને સાચી અર્પણતા કરવી. કોઈ કહે કે અમે ઘણા સાધુને જોયા છે, અમે દશ વર્ષ સુધી સમાગમ કર્યો છે, ધર્મકથા શ્રવણ કરી છે, તેને કહીએ છીએ કે તેમાં દાળિયા શું પાકયા? જેમ કાટ લાગેલી લોઢાની ડાબલીમાં પારસમણિ (રત્ન) લાખ વર્ષ પડયો રહે તોપણ શું કામનો માર્ગની વિધિ, ન્યાય સમજ્યા વિના આંધળી દોડ શું કામની? નિજ પક્ષ છોડીને સાચી ઓળખાણ વડે જિન આજ્ઞાનું સેવન કરે તો જ આત્માર્થ પામે. આત્માનો જેમ જે રીતે ધર્મ છે, વસ્તુસ્વભાવ છે, તેમ સમજે, શ્રદ્ધા અને તે રૂપે આચરે (વર્તે) તો સહજ આનંદસ્વરૂપનું વેદના થાય. સમ્યક શ્રદ્ધાને વિપરીત અભિપ્રાય રહિતપણે સમજે, આચરે, સ્વસમ્મુખ જ્ઞાનને જ્ઞાનપણે સમજે, આચરે; અને આત્માનું ચારિત્ર યથાર્થ ચારિત્રપણે સમજે અને આચરે; જેને તે યથાર્થ સમજાયું નથી તે યથાર્થ સમજવાની સાચી જિજ્ઞાસા રાખે, પ્રયત્ન કરે તો તે આત્માર્થી છે. ત્યાગી દઈ નિજ પક્ષ” એટલે પોતાના પક્ષનો પૂર્વાગ્રહ, ઊંધી માન્યતાઓનો સર્વથા ત્યાગ કરવા કહ્યું છે. પોતાની દૃષ્ટિમાં જે નિર્ણય થયો તેમાં સર્વસ્વ કલ્પીને તેમાં પોતાની માન્યતાને, સ્વચ્છંદને પોષણ આપે અને કહે કે અમને આત્માનું તેજબિંબ દેખાય છે, દેવ દેખાય છે, અથવા કહે કે મને પૂર્વ જન્મના સંસ્કાર છે વગેરે અનેક કલ્પના દ્વારા પોતાની દૃષ્ટિએ ઊંધી માન્યતા કરી છે, તે પોતાનો સ્વછંદ, માન્યતા, આગ્રહ છોડીને સન્દુરુષને ગોતે અને એમની પ્રત્યે અર્પણતા કરે, તો તે પરમાર્થને પામે. પરીક્ષાશક્તિ ન હોય તો વિનયથી પાત્રતા કેળવ પણ આંધળી દોડથી તારું કાંઈ નહિ વળે. શેઠનું દષ્ટાંત :- એક લક્ષાધિપતિ ગૃહસ્થ પાસે એક ગરીબ માણસ નોકરી માટે ગયો. પોતામાં ઘણી બેંશિયારી છે, એમ તે માનતો હતો. શેઠે તેને કેટલાક પ્રશ્નો પૂછયા; તેમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૪] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા એક વાત પૂછી કે : તને મીંડા વાળતાં આવડે છે? જવાબ આપ્યો કે એ શું તેની મને સમજ પડતી નથી. તેથી શેઠે કહ્યું કે- તને દશ હજાર રૂપિઆ સોંપીએ, તું તેનો વેપારમાં પથારો કરે પરંતુ તેનો પાછો સંકેલો કરતાં (મીંડા વાળતાં) તને ન આવડે તો મારે તારું પ્રયોજન નથી. એમ જો સદ્ગુરુની સેવા કરવી હોય તો તારી સ્વચ્છંદતાથી પોતાની મેળે જે જે માન્યતા (કલ્પના) કરી હોય તેની ઉપર મીંડા મૂકી દે. લોકો કઈ કઈ કલ્પનામાં ધર્મ માની બેઠા છે. સેવામાં ધર્મ માન્યો હોય, પુણ્યદાનમાં ધર્મ માન્યો હોય, ભક્તિથી ધર્મ માન્યો હોય, પૂર્વાગ્રહમાં પડ્યો હોય, પોતાનો પક્ષ નક્કી કર્યો હોય, તો તે બધીય માન્યતાના પથારાનો પક્ષ તજી દે એટલે કે સંકેલો કરી લે તો જ પુરુષની ઓળખાણ અને સેવા થઈ શકે તેમ છે. અહીં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાની જગતમાં શા માટે રખડે છે, વળી બધાને મોક્ષસુખની ઇચ્છા છે છતાં કેમ રખડે છે, તે આશંકાનો જવાબ કહે છે - મત-દર્શન વગેરેની અનેક વિચિત્ર માન્યતા, પોતાનો આગ્રહ, મત, પક્ષ વગેરે છોડીને પુરુષોના શરણને એટલે પ્રમાણરૂપ સાચી આજ્ઞાને આરાધે તો પોતાના પરમ પવિત્ર જ્ઞાતા ભગવાનને એટલે પોતાના આત્માને તે પામે. પામે તે પરમાર્થને” જડદ્રવ્ય અને ચૈતન્યદ્રવ્ય એ બે પદાર્થ શું, તેનાં દ્રવ્ય, ગુણ, પર્યાય એ શું, એમ સ્વદ્રવ્ય, પરદ્રવ્યની જુદાઈ વગેરેનું યથાર્થ જ્ઞાન સદ્ગુરુની આજ્ઞા ઉપાસવાથી સાચી રીતે સમજાય છે. પદાર્થનો બોધ થવાથી સાચી સમજણ થાય છે કે- જડથી જુદો અને કલુષિતતારૂપ અશુદ્ધતાથી જુદો, પવિત્ર, અવિનાશી, બંધ રહિત, સહજ આનંદમય, શુદ્ધ આત્મા છે. આત્મસ્વભાવનું લક્ષ ન થાય અને પોતાના સ્વચ્છંદ, આગ્રહથી પાછો ન ફરે તો ઘણા કાળ સુધી ઘણાં શાસ્ત્રો વાંચે કે ઘણાં પુણ્ય કરે તોપણ સભ્યશ્રદ્ધા અને અવિરોધ ન્યાયમાર્ગની સમજણ ન થાય; પણ પાત્રતા મેળવીને પુરુષને ઓળખે, તેમની આજ્ઞાને ઉપાસે તો કલ્યાણ થાય. મુમુક્ષુને સપુરુષના ન્યાય-યુક્તિ, વાણી સમજાતાં સપુરુષનું જે બહુમાન થાય છે તેમાં સ્વતત્ત્વનું બહુમાન આવે છે; પુરુષનાં વચનના આશયમાં એકાગ્ર થયા થકા મુમુક્ષુ પોતાના સ્વરૂપનો વિચાર કરે છે અને જેમ છે તેમ નિજ સ્વરૂપનો બોધ પ્રગટ કરે છે. અનંતકાળ ગયો છતાં જીવ ધર્મ કેમ પામ્યો નહિ, તેના કારણો દર્શાવે છે :- ઘણાને મન, વચન, કાયાથી અને પુણ્યાદિથી ધર્મ થાય એવી માન્યતા વર્તે છે. તેનું કારણ એ છે કે- અસદ્ગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનનાં સાધનોને જાણતા નથી, આત્મા નિર્વિકાર, નિર્વિકલ્પ, પુણ્યપાપરહિત સિદ્ધ સમાન છે તેનો લક્ષ, અનુભવ અને પ્રતીત નથી અને તેની * શંકા તથા આશંકાનો અર્થ : શંકા - તમારી વાતમાં મને શંકા થાય છે એમ કહે તેને કોઈ પરાણે સમજાવી શકે નહિ. આશંકા - તમારી વાત સાચી છે, પણ મને સમજાતી નથી માટે સમજાવો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] [૪૫ જાતનાં સત્સાધનો તથા વીતરાગમાર્ગની વિધિ પણ જે જાણતા નથી એવા અસદ્ગુનો, જીવને ઠામ-ઠામ જોગ બને છે. સ્વચ્છંદી જીવોને સાચી પરીક્ષા ન હોવાથી જ્યાં ત્યાં આંધળી અર્પણતા, શ્રદ્ધા કરે છે. તેઓ કાયકલેશ, વ્રત, તપ વડે પોતાની માન્યતાનું ( શ્રદ્ધાનું ) પ્રયોજન સાધે છે. અજ્ઞાનભાવે પરદ્રવ્યમાં ધર્મ મનાયો છે. જડની આરાધનાથી જડ ફળે છે. મનના શુભ પરિણામોથી પણ પાર અતીન્દ્રિય આત્મધર્મ છે તેની ગંધ પણ નથી. કુગુરુઓ તેવાને ઠસાવી દે છે કે પરંપરાએ પણ આનાથી ધર્મ થશે. અમે પણ આ જ કરીએ છીએ. જે કુળધર્મ, રૂઢિધર્મ હોય તેને દઢ કરાવે છે. આચાર્ય કહે છે કે :- જે જે જીવો, જે કુળમાં પોતે જન્મ્યા હોય તે કુળમાં જે ગુનો તેમને વારંવાર પરિચય રહેતો હોય તેનો આગ્રહ રાખે કે તે અમારા બાપ-દાદાના ગુરુ છે, અમારી ફરજ છે કે તેમની આજ્ઞા માનવી જોઈએ, તે તે જીવો કુળાદિમાં મૂર્ણિત થયા છે. રાગ-દ્વેષ રહિત વીતરાગ સર્વજ્ઞ ભગવાનનાં હિતવચનો શું છે, આત્મા કેવો છે, તેના પરિણમન-અંતરવેદનની કાંઈ ખબર ન મળે તે આંધળો આંધળાને દોરે તેવું બને છે. લોકોને સાચી વાત સાંભળતાં દુઃખ થાય એવો કાળ વર્તે છે. મનનાં શુભ પરિણામથી પણ ધર્મ ન થાય-એ વાત સાંભળતાં અને સમજતાં પરસેવો વળે છે, મૂંઝવણ થાય છે, ઉપદેશક ગુરુ પણ એવા મળ્યા કે લોકોને સોંઘુ બતાવી દીધું. એને ઠીક (સારું) કહીને મનાવનારા પણ ઘણા મળી આવે છે. ક્રોડ સોના મહોરનું રોજ રોજ દાન કરે પણ તેનાથી એક સામાયિકનું ફળ અનંતગણું છે. પણ તે કઈ સામાયિક? આત્મા શુદ્ધ, અવિકારી, વીતરાગી છેઃ પુણ્ય, પાપ, વિકલ્પ રહિત, અરાગી છે એવી શ્રદ્ધા, જ્ઞાન અને તે અભેદસ્વરૂપમાં સ્થિરતા વર્તે છે તે જ ખરી સામાયિક છે. તે સામાયિકનું ફળ અનંત મણ સોનાના દાનના ફળ સાથે પણ સરખાવી ન શકાય, કારણ કે બનેની જાત જુદી છે. જેને કાંઈ યથાર્થ અભ્યાસ નથી અને પોતાનો આગ્રહ છોડવો નથી તેવા જીવોને સાચી સામાયિક ક્યાંથી હોય? અહીં એમ કહેવું છે કે :- પોતાના ખોટા મતાગ્રહથી, ખોટા ઉપદેશના પોષણથી આગ્રહને વશ થયેલા જીવથી સાચા ધર્મની સન્મુખ થવાતું નથી. શુભભાવને સંવર માને છે અને તેથી નિર્જરા ધર્મ માને છે, વળી અંતરંગમાં (મનમાં) પૂર્વાગ્રહ ખસતો નથી, તે આત્મધર્મ પામી શકતો નથી; કારણ કે તેણે સાચા ગુરુનો આશ્રય કર્યો નથી અને શુષ્કજ્ઞાની અથવા ક્રિયાજડા નામધારી ધર્મી મળ્યા છે, તેનો સંગ-પ્રસંગ રહ્યા કરે છે. પોતે જે માન્યું છે તેનાથી બીજાં આવે તેની ન્યાયથી તુલના કરવી નથી અને સાચાનો નિષેધ કર્યા કરે છે તેવાને કદી સાચા ધર્માત્માનો યોગ મળશે તોપણ અશાતના કરશે. વળી પોતાનો સ્વછંદ પોષવા માટે અધ્યાત્મ ગ્રંથો વાંચ્યા હોય એવા સ્વચ્છેદી શુષ્કજ્ઞાનીઓએ એક પક્ષે નક્કી કરી લીધું હોય છે કે પોતાને વિષે જ્ઞાનીપણું છે, વળી તેમણે એમ પણ માની લીધું હોય છે કે બંધ અને મોક્ષ કલ્પના છે, અને અનંતકાળ શુભ કરણી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૬] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરી, ક્રિયા પાળી, પણ તેનાથી ધર્મ નથી, માટે આપણે આત્મજ્ઞાન જે ખરો મોક્ષમાર્ગ છે તેમાં રાચવું, એમ માત્ર શબ્દોની ધારણાથી સ્વચ્છેદમાં રાચે છે. જે અભિપ્રાય માટે અનંતવાર વ્રત, તપ, ક્રિયા કર્યા અને નવ પૂર્વનું અથાગ જ્ઞાન કર્યું છતાં આત્માનો જે અતીન્દ્રિય અનંત પુરુષાર્થ છે, તેની જે જાત છે એની પ્રગટ દશા થયા વિના માત્ર શાસ્ત્રના વાંચનથી કે કુગુરુના કહેલા અભિપ્રાયથી પોતાનો આત્માનો અભિપ્રાય પલટી ગયો છે એમ ઘણા લોકો માને છે, તેના ઉપર વજન ન દેવું જોઈએ. શ્રીમદે કહ્યું છે કેઃ- જીવ જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને પદાર્થનો બોધ પામ્યો છે, પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને આત્મપદાર્થનો બોધ-સ્વધર્મ પામ્યો નથી. માટે જ્ઞાનીની આજ્ઞા વડે આત્મા જેમ છે તેમ જણાય છે તો જ્યાં જેમ યોગ્ય છે તેમ પુરુષાર્થ થયા વિના રહે નહિ. જે વસ્તુની કિંમત જણાય, ગરજ જણાય તે વસ્તુની પ્રાપ્તિ ગમે તે ભોગે કરે છે, મોહને વશે ગમે તે ભોગે ઇષ્ટ વસ્તુ માટે-બળતા ઘરમાં પણ પોતાના બાળકને બચાવવા અગ્નિમાં ઝુકાવે છે, તો આત્મા અનંતકાળમાં અનંત પ્રકારના ઉદ્યમથી પ્રાપ્ત થયો નથી, એવું પરમ આત્મતત્ત્વ જેમ છે તેમ બેસે, રુચિ થાય, ઓળખાણ થાય તો જગતની બધી સગવડતાનો રાગ, મમતા ત્યજીને તેના અભ્યાસની પ્રવૃત્તિ કેમ ન થાય? અનંત સામર્થ્ય વડે જે પદ પ્રગટે છે તે મફતમાં ધારણામાં પ્રાપ્ત થઈ જતું હોય તો બધાય ધર્મ પામી ગયા હોય. પોતાને જ્ઞાની ગણાવાનું જગતમાં માન રહ્યું છે, તેમાં જ મીઠાશ છે, તેનો પક્ષ રહ્યો છે; પણ માત્ર ચતુરાઈની વાતોથી ધર્મ નહિ થાય. કોઈ નિમિત્ત ઉપર વજન આપતો હોય કે આવું નિમિત્ત હોય તો જ ધર્મ થાય, તે પણ પૂર્વાગ્રહની કલ્પનાથી સાચું નિમિત્ત જે સત્પરુષ છે તેમની ઓળખાણ વિના, સાચી જિજ્ઞાસા વિના બાહ્યદેષ્ટિ હોવાથી સાચાનો નિષેધ કરશે અને ખોટાનો આદર કરશે. “કોઈ ઉપાદાનનું નામ લઈ, એ, જે તજે નિમિત્ત-' એ એમ સૂચવે છે કે કથનમાત્ર વાતોથી શાસ્ત્રજ્ઞાનની ધારણાથી જ્ઞાનીપણું માનતો હોય તે પણ આત્મજ્ઞાનને પામી શકે નહિ. હજી પ્રથમ ભૂમિકાની ખબર નથી અને એકાંત પકડી બેસે કે નિશ્ચયથી આત્મા જ આત્માનો ગુરુ છે અને વર્તમાનમાં કુગુરુ ઘણા હોય છે; માટે અંદરથી જ્ઞાન પ્રગટશે એમ પોતાનું માહાભ્ય વધારીને અધ્યાત્મગ્રંથો વાંચે અને જેમ તેમ નિર્ધાર કરી લે કે પુણ્યથી બંધ છે, પાપથી પણ બંધ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – આત્મા પરમાર્થે અબંધ છે માટે આપણે બંધ નથી. બંધ-મોક્ષ તો કલ્પના છે. જીવને અનાદિથી જે ભ્રમ થયો હતો તે ભ્રમ હવે આત્મામાં નથી, એમ આપણે ચોક્કસ માન્યું છે, વળી રાગ, દ્વેષ, પુષ્ય, પાપ જીવના નથી માટે હું શુદ્ધ જ છું, પણ ભાઈ રે! તારી વર્તમાન અવસ્થા વિષે તું તને જો. વળી કોઈ કારણ વિશેષથી શાસ્ત્રમાં દાન, દયાનું વિશેષપણું કહ્યું છે; તથા દેવ, ગુરુ, ધર્મની ભક્તિ આદિ પુણ્યનાં પરિણામ કહ્યાં છે, તેનું પ્રયોજન, અંતર-આશય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૭ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] સમજ્યા વિના તેની માનેલી પુણ્યરૂપ પ્રવૃત્તિ રાખીને જગત પ્રત્યે તિરસ્કાર કરવામાં, ટીકા કરવામાં તે માનાદિનું પોષણ કરે છે. વળી કોઈ એમ માને કે આત્મા તદન શુદ્ધ પવિત્ર જ છે, ત્રણ કાળમાં ભૂલ નથી, માત્ર ભ્રમ હતો, વિષયના પરિણામ પાપના છે અને વિષયાદિ ન ભોગવવાના પરિણામ પુણ્યના છે તે મારા નથી; હું અંતરંગમાં આખો વીતરાગ, અરાગી છું તો તે વાત પરમાર્થે સાચી છે, તે સ્વભાવને કોઈ નિમિત્તનો સંબંધ નથી પણ એવી સ્થિર અંતરદશા થયા વિના રાગની રુચિવાળું જ્ઞાન શા કામનું? કેમકે અંદરમાં માનાદિની કામના છે, સંસારની વાસના, મોહ, રાગ, દ્વેષ વર્તે છે, તેઓને ઘણાં શાસ્ત્રજ્ઞાનનું નિષ્ફળપણું છે, તથા ઘણા શુભ પરિણામ-ક્રિયાકાંડનું નિષ્ફળપણું છે. આત્માના ભાન વિના અનંતવાર નવ પૂર્વ ભણ્યો છતાં આત્માના નામે બીજું થયું છે અભવ્ય જીવ અને ભવ્ય જીવને ઘણા પુણ્યપરિણામથી એવી લબ્ધિ, સિદ્ધિ પ્રગટે કે મેરુ પર્વતને દેખે, સ્વર્ગ-નરક પણ દેખે; અને તેમની બુદ્ધિની ધારણાશક્તિ એવી તીક્ષ્ણ વધી જાય કે દોડો ગ્રંથ, શાસ્ત્ર યાદ રહે, છતાં આત્માર્થ ન પામ્યો, તો તે અલૌકિક માર્ગ કેવો હશે કે જે સદ્ગુરુ-આજ્ઞાથી સહજ મળે તે વિચારવું જોઈએ. શાસ્ત્રનું જાણપણું હોવા છતાં પણ સ્વચ્છંદમાં રમતો જીવ મૂઢતાને પામ્યો છે, તેથી તેને હિત-અહિતના વિચારોનો અવકાશ નથી. હું કયાં ઊભો છું? શું માનું છું? શું મનાવું છું? એનું ભાન નથી અને અંતરમાં સ્પર્શના જોઈએ તે નથી. આત્મા જ્ઞાતા, અવિકારી ચિદાનંદ, શુદ્ધ, પવિત્ર છે, જડની ક્રિયાનો અકર્તા છે, નિર્વિકલ્પ છે, અખંડ જ્ઞાતા છે, તેનું ભાન નથી, તેની ઓળખ નથી; અને જેને આત્મજ્ઞાન વર્તે છે તેના શરણનો આશ્રય નથી તો તેવા જીવ આત્માના નામે અનંતભવમાં અનંતવાર અનંતા શાસ્ત્રો ભણે, પુણ્યક્રિયા કરીને મરી જાય છતાં સાચું સુખ કે આત્મજ્ઞાન નહિ પામે. જો સગુના ચરણ સેવ્યા હોત તો શુષ્કજ્ઞાન અને જડક્રિયારૂપ બે જાતના આગ્રહમાં પડી જવાનો વખત ન આવત અને રાગ-દ્વેષરહિત જ્ઞાનના સાધનને પામત. શુષ્કજ્ઞાન અને ક્રિયાજડત્વનો ત્યાગ કરવાથી અને યથારૂપ જ્ઞાનસાધનથી આત્મામાં સ્વસમ્મુખ વૃત્તિ થાય છે. સદગુરુની આજ્ઞાએ ચાલતાં અનંતા જીવો સમ્યજ્ઞાન પામ્યા છે, પામે છે અને પામશે. સત્સમાગમનું બળવાનપણું એવું કહ્યું છે કે સતત્ સત્સમાગમ રાખવાની ભાવનાવાળા આત્માર્થી સદ્ગથી જુદા ન પડે શ્રીમદે ધર્માત્માનાં લક્ષણો આગળ વર્ણવ્યાં છે. વળી કોઈ આત્માર્થી જીવ દેઢ આત્માર્થ પામ્યો નથી, તે જો જરા સ્વચ્છેદે એકલો પડે તો કુતર્કીઓ તેને ભ્રમમાં પાડી દે છે. માટે આત્માર્થીએ નિરંતર સત્સમાગમ, સદ્ગુરુનું સેવન કરવું. શાસ્ત્રમાં ખગ પક્ષીનું અને બાળ પક્ષીનું દષ્ટાંત છે કે – એકલું બાળ પક્ષીને ઊડતું દેખીને ખગ પક્ષી તેની ઊડવાની પાંખ તોડી નાખે છે; તેમ આત્માર્થીને આત્મવિકાસ કરતો જોઈને કુતર્થીઓ તેના સાધકભાવને તોડી નાખે છે માટે શાસ્ત્રમાં ઠામ ઠામ સદ્ગુનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પરિચય રાખવાનો અને તેમની આજ્ઞાએ વર્તવાનો ઉપદેશ કર્યો છે. સદ્ગના સમાગમથી માનાદિ દોષો ટળે છે અને અધિક આત્મહિત થાય છે. કદી ક્ષેત્રથી એકલો પડી ગયો હોય તો પણ ભાવથી જુદો ન પડે પણ ગુરુ આજ્ઞા માથે ચડાવીને આજ્ઞામાં વર્તે છે. તે જાણે છે કે મારાથી સદ્ગુરુ વધારે અનુભવી છે. | મુખ્ય માર્ગ, ગુરુગમ અને સદ્ગુરુનો વિનય છે એ વાત સત્ય છે. એનો પરમાર્થ એમ છે કે :- યથાર્થ આત્મજ્ઞાનનો આનંદ જે સ્વાધીન અનુભવ, સ્વભાવ તથા પરભાવથી જુદાઈનો વિવેક છે તે અતીન્દ્રિય છે, સહજ છે, પોતાથી જુદો ન પડે તેવો છે. જેને આત્મજ્ઞાનનું લક્ષ વર્તે છે તે સંસારના કોઈ અન્ય ધર્મની ઇચ્છા ન કરે, તેનો ખોટો સમન્વય પણ ન કરે. વીતરાગનો યથાર્થ માર્ગ છે તેનાથી કોઈ કિંચિત્ વિપરીત કહે તે ન માને, તેમ યથાર્થ માર્ગનો નિષેધ પણ ન કરે. કોઈ એમ માને કે ગમે તેવા ધર્મગુરુ હોય પણ તેનામાં જો શાસ્ત્રનું જાણપણું હોય તો તેની પાસેથી ધર્મ પામી શકાય છે તો તે ભૂલ છે. આત્માનો અનુભવ ન હોય તેને ગુરુ માની તેનાથી કલ્યાણ થાય એમ માનવું તે જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉત્થાપન છે. ઝેર ખાવાથી અમૃત ન પમાય. ધર્માત્મા ખોટાને ખોટું કહે છે, અસત્યને અસત્ય કહે છે તેમાં વૈષ નથી. સાકરનું ગળપણ અને અફીણની કડવાશનો જે સ્વભાવ જેમ છે તેમ કહેવાય; કોઈને ના રુચે તો તેની માન્યતા તેને મુબારક. અનંત જ્ઞાનીનો જે યથાર્થ ન્યાયમાર્ગ છે તેનાથી વિરુદ્ધ હોય તે અયથાર્થ છે એમ સમજી લેવું. જે પોતાના પક્ષનો ત્યાગ કરી સદ્ગુરુના ચરણને સેવે તે પરમાર્થને પામે એમ શ્રીમદ્ રાજચન્દ્ર પોતાની સહજ દશામાં નિષ્કારણ કરુણાથી કહ્યું છે. (જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ભાગ ૨ જો, આવૃત્તિ ૫, આત્મસિદ્ધિ ગાથા ૧ થી ૧૦ સુધીની ફુટનોટમાં ભરેલો ખંડ ૫ મો. પા. ૧ થી ૧૬) સાચા સદ્ગુરુ વિના કોઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે નહિ. કોઈ કહે કે ગમે તેવા ગુરુ હોય પણ તે શાસ્ત્રના જાણકાર હોય તો તેનાથી આત્મજ્ઞાન થાય, પણ એમ હોય નહિ. જેને ચહ્યું નથી તે અંધ બીજા ચક્ષુ વિનાના અંધને દોરી શકે નહિ. જેને ચક્ષુ દોષરહિત નિર્મળ છે તે જ બીજાને દોરી શકે. તેમ સત્પરુષ હોય તે જ બીજા જીવોને ધર્મ પામવામાં નિમિત્ત થાય. ચૌભંગી એમ છે (૧) પોતે તર્યા પણ બીજાને ન તારે એટલે કે પોતાનો જ્ઞાયકભાવ પ્રગટાવીને શીઘ કેવળજ્ઞાન દશા પામ્યા અને ભવાંત કર્યો પણ બીજા જીવને નિમિત્ત ન થયા. (જેમકે સામાન્ય મૂક કેવળી.) (૨) ઉપદેશક પોતે તે ભાવે પોતાના ભવનો અંત ન કરી શક્યા પણ બીજા જીવો શ્રોતા (સાંભળનારા) જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ પોતાના તીવ્ર પુરુષાર્થ વડે તે જ ભવે મોક્ષ જાય. આમાં ઉપદેશક અજ્ઞાની હતા એમ અર્થ થતો નથી. લોકો મનમાન્યા અર્થ કરીને કહે કે કુરાથી પણ કલ્યાણ થાય, એવું માનનારને આત્મસ્વરૂપનો મહિમા આવ્યો નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] [૪૯ મૂળ જાતમાં (ઉપાદાનમાં) અચિંત્ય વીર્ય-સામર્થ્ય છે. તેનું લક્ષ જે આત્માર્થીને વર્તે છે તેને સદગુરુ સત્સમાગમનું મહામાન (બહુમાન) આવે જ. તે દેવ, ગુરુ, ધર્મની આજ્ઞાનો વિનય ગાયા કરે જ. અહીં સદ્ગુરુની સેવા (આશ્રય) નું માહાભ્ય છે. કુગુરુથી ત્રણ કાળમાં ધર્મલાભ ન થાય. સપુરુષને ઓળખીને સદ્ગુરુનું બહુમાન કરે છે તે નિશ્ચયથી પોતાનું બહુમાન છે. સમજેલો તત્ત્વજ્ઞાની જ બીજાને નિમિત્ત થાય પણ અણસમજેલો બીજાને નિમિત્ત ન જ થાય. (૩) ઉપદેશક પોતાનાં જન્મ, જરા, મરણનો અંત કરે છે અને પોતાનો સંગ કરનાર મોક્ષાર્થીને પરમાર્થનું સાધન બતાવી દે છે. (નિમિત્ત થાય છે.) (૪) જે પોતાનું (પોતાના આત્માનું) ભલું નથી કરતો અને બીજાને પણ ઉપકારી નથી થઈ શકતો એવો વર્ગ સંસારમાં ઘણો છે. કોઈ એવો સિદ્ધાંત સ્થાપવા માગે કે અભવ્ય અથવા મિથ્યાષ્ટિ ગુરુ હોય અને તેનામાં શાસ્ત્રનું જાણપણું હોય તો તેનાથી પણ કરી શકાય છે. એનો અર્થ કરવા માગે તો તેમાં વદતોવ્યાઘાતદોષ છે. પણ કોઈ પૂર્વ સંસ્કારવાળા જિજ્ઞાસુ જીવ જેમણે પૂર્વે જ્ઞાનીઓ પાસેથી સાચું સાંભળીને ધારણા તો કરેલી છે તે કોઈ પ્રકારે અભવ્ય ઉપદેશકના નિમિત્તે અંતર-વિચારમાં પડ અને પોતાની જાતે અંતરમાંથી વીર્યની જાગૃતિ કરે અને સત્ય-અસત્યનો વિવેક કરે કે આત્મા પૂર્ણ, પવિત્ર, કૃતકૃત્ય છે, અક્રિય છે, જ્ઞાનમય છે તે આમ જ છે અને આ ઉપદેશકનો ભાવ યથાર્થ નથી-એમ જાણી સ્વવિચારથી સ્વસમ્મુખ થઈ સમ્યગ્દર્શન-જ્ઞાનને પ્રાપ્ત કરે અને આત્મસ્વરૂપમાં સ્થિરતા વધારીને તરી શકે, પણ તેથી અભવ્યથી તથા કુગુરુથી તર્યા એમ ન કહેવાય. સદગુરુ વિના જ્ઞાન નહિ એવો સિદ્ધાંત ત્રિકાળ સત્ય છે. શ્રીમદે “ શ્રી સદ્ગુરુ કૃપા માહાભ્ય' નામના કાવ્યમાં કહ્યું છે કે : બુઝી ચહત જો પ્યાસકો, હૈ બુઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એટલે કે ચોક્કસ નિયમ છે કે :- એક વાર આ ભવે અથવા પરભવે પ્રત્યક્ષ સત્પરુષનો બોધ પામવો જોઈએ એવું સદ્ગુરુનું માહાભ્ય છે. સપુરુષનું બોધરૂપ ટાંકણું પાડયા વિના, અંતર-સ્પર્શ થયા વિના જીવનું વીર્ય ભભકી ઊઠે નહિ એ દેશનાલબ્ધિનો પ્રભાવ છે. ચૈતન્યની અંતર જાગૃતિમાં યથાર્થ સત્પરુષના ઉપદેશનું બોધવચનનું ભાવથી શ્રવણ થવું જોઈએ. જે દીવો પ્રગટ હોય તે બીજા દીવાને પ્રગટાવે, બુઝાયેલો દીવો ક્યાંથી પ્રગટાવે? આ કાંઈ પરાવલંબી થવા માટે નથી કહ્યું, જેમ છે તેમ ન્યાય વડે સમજવાનું કહ્યું છે. એક વાર સાચા નિમિત્તનો આદર, બહુમાન તો લાવો. બધુંય કરવાનું તો પોતાને જ છે. સદ્ગુરુ કાંઈ બીજાની શુદ્ધતા ઉઘાડી દેતા નથી. સદ્ગના માહાભ્યમાં પોતાના ભાવનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જેને પરમ આદર છે તેને પાત્રતાની અને વિનયની પ્રતીત છે. આમાં પરાધીનતા નથી, પણ અનંત આત્માર્થીઓએ સ્વીકારેલો ન્યાયમાર્ગ છે. જેને સ્વતંત્ર દશા ખીલી છે તેની શ્રદ્ધા અને અર્પણતામાં બેહદ સુખ છે, કોઈ કહે કે અમને તો આમાં પરાધીનતા જેવું લાગે છે; સત્ સમાગમ વગર આત્મા ન ઊઘડે તો જીવમાં સામર્થ્ય શું? પણ તે ઊંધી દૃષ્ટિ વડે જુએ છે, પોતાને માર્ગની ખબર નથી, અનાદિથી તત્ત્વનો અણઅભ્યાસ છે, તો તે માર્ગ પામવાની સાચી વિધિ જે જાણતા હોય તેની પાસે જવું પડે; પોતાની સ્વકલ્પિત માન્યતાનો ત્યાગ કરીને અમુક પરીક્ષા અને બાકીનો બધો વિશ્વાસ, એ રીતે શ્રદ્ધામાં અર્પાઈ જવું જોઈએ. જેને સમાજમાં મોટું થયું છે, આગળ વધવું છે તે પ્રથમ માબાપ પ્રત્યે નાનપણમાં વિનય રાખે છે; પછી નિશાળમાં ભણવા જાય છે ત્યાં પણ વિશ્વાસ રાખીને ભણે છે અને ભણવામાં પ્રેમ રાખે છે તેમ સદ્ગમાં પણ શ્રદ્ધા રાખી તેમનો સમાગમ કરવો જોઈએ, અને પછી તેમનો સદુપદેશ પ્રેમપૂર્વક સાંભળી આત્મકલ્યાણ કરવું જોઈએ. દષ્ટાંત ઉપરથી પ્રયોજન સમજી લેવાનું છે કે સાચા નિમિત્તનો અનાદર તે સત્ તત્ત્વનો અનાદર છે. પ્રથમ જે પોતે આગળ વધ્યો નથી, પરમાર્થ પામ્યો નથી, તેણે સદ્ગમાં વિશ્વાસ રાખવો, પરમાર્થ ગુરુગમ તો અંદરથી ફાટશે પણ પુરુષાર્થ વધતાં ઈષ્ટ નિમિત્ત આવ્યા વિના નહિ રહે, પોતાના ઉપાદાનની તૈયારી પાત્રતા થયે સદ્દગુરુ મળે જ. વળી કોઈ કહે કે આત્મજ્ઞાની ન હોય તો પણ તેનાથી તરાય–તેનો અર્થ એ થયો કે સત્પરુષ વિના જ આત્મજ્ઞાન થાય, તેણે પોતાની જાતનો અનાદર કર્યો છે, કારણ કે અનાદિ સ્થિતિ નિયમ છે તેને તે સમજ્યો નથી અને તેથી તેણે પોતાનો જ અનાદર કર્યો છે. જેણે પૂર્વભવમાં પુરુષાર્થ વડે સગુરુનો ઉપદેશ સાંભળી જ્ઞાનના અપહરણને ટાળ્યું છે તેને વર્તમાન ભવમાં ઉપદેશ ન મળ્યો હોય છતાં અંદરથી સ્મૃતિ જાગે, તે અંદરથી ભાવે સાંભળે છે, વિચાર કરતાં સ્થિર થાય છે અને શ્રેણી માંડીને કેવળજ્ઞાન પામે છે; તેને અશોચ્યા કેવળી કહે છે. આત્માને સ્પર્શ કરીને જે ભાન થાય એવી અપૂર્વ દેશનાલબ્ધિ લઈને જીવો આવ્યા છે, એટલે તેવા પુરુષોને પણ સત્યપુરુષના નિમિત્તની વાત નક્કી થઈ. સપુરુષના ઉપદેશથી દેશનાલબ્ધિ પ્રાપ્ત થઈ હોય એટલે કે પ્રત્યક્ષ જ્ઞાનીનો સ્વીકાર થયો હોય તો જ આત્મજ્ઞાન થાય એ અનાદિ અનંત ચોક્કસ નિયમ છે. પણ કોઈ જિજ્ઞાસુ આત્માર્થી હોય તેને વર્તમાનમાં પ્રત્યક્ષ સત્પરુષનો યોગ ન હોય તો પાછું હઠવાનું નથી. પૂર્વે કહ્યા તે દોષ, આગ્રહ ટાળી જ્ઞાનીનાં વચનો પર ખૂબ વિચાર કરવો; કારણ કે જીવ અનંત કાળથી છે, માટે અંદર વિચારમાં પડી આત્માના સામર્થ્યને કેળવવું એટલે જે પૂર્વ સંસ્કાર હશે તે અવશ્ય જાગૃત થશે. જો તારામાં આત્મબળ હશે, સાચી જિજ્ઞાસા હશે તો અવશ્ય પાર પાડશે, પણ તેમાં સદ્દગુરુનું અને સદ્ગના વિનયનું મુખ્યપણું આવ્યું છે. એમ અનેકાંત ન્યાયથી જે સ્વરૂપ છે તે સ્વરૂપને ભગવાન જ્ઞાનીઓએ જેમ છે તેમ દર્શાવ્યું છે. પુરુષનાં વચનામૃત અને પ્રત્યક્ષ ગુરૂગમની જરૂર નથી એમ ન માનવું. વળી એમ ન કહેવાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] [૫૧ કે મને ગુરુ વિના આત્મજ્ઞાન થયું છે, કારણ કે એમ કહેવું તે શાશ્વત મોક્ષમાર્ગની મર્યાદાનો લોપ કરવા જેવું છે. શ્રીમદે પણ ઘણા સ્થળે ખૂબ વજન દઈને કહ્યું છે કે :- કોઈ પણ પુરુષને શોધો, તેમના કોઈપણ વચનમાંથી તત્ત્વ સમજો, અજ્ઞાનથી વિવેક પામવો અશક્ય છે માટે સસમાગમ વડે, સદ્ગુરુના આશ્રય વડે તત્ત્વને ઓળખો. એમ ગુરુમહિમા જ્યાં જુઓ ત્યાં દૃષ્ટિએ પડે છે. કોઈ તીવ્ર આત્માર્થીને આત્મજ્ઞાન પામવાની તીવ્ર આકાંક્ષા હોય. હું કોણ છું, કેવડો છું, એમ નિજ વિચારમાં પડવાથી અથવા તીવ્ર આત્માર્થમાં મચી રહેવાથી અને અચિંત્ય સહજ સ્વભાવના ખરેખર અભ્યાસથી અંદર જ્ઞાનનો ઉઘાડ થાય તો તે કદી પણ અનંત જ્ઞાનીઓ અને સદ્ગુરુનો ઉપેક્ષિત થતો નથી, પરંતુ આદર રાખે છે. જે સત્પરુષો થઈ ગયા છે તેમનું વચન એમને પ્રમાણ છે, તેમનો અનંત ઉપકાર છે, એ આદરનો હોંશીલો જ્ઞાનીના એકેક વચન પ્રત્યે વારી જાય છે. શ્રીમ વર્તમાનમાં કોઈ ગુરુ નહોતા; પૂર્વભવના સંસ્કાર હતા. તે કહેતા હતા કે અહો એ હૃદય, એ એકાંત સ્થળ, સત્પુરુષોના વૃંદ, સત્સમાગમ એને એ નિવૃત્તિનાં સ્થળો, જ્ઞાનીનાં વિહારસ્થાનો! તેમને ધન્ય છે. પ્રવૃત્તિમાં રહેતાં પણ તેમને એ વારંવાર યાદ આવતા હતા. એ દુકાનમાં નહોતા બેઠા, પણ આત્મામાં (જ્ઞાનમાં) બેઠા હતા. તેમને પોતાના હૃદયમાં સત્ સમાગમનો મહાન આદર હતો. માટે દરેક જિજ્ઞાસુઓએ, ધર્માર્થીઓએ ન્યાયવિરુદ્ધ કથવું નહિ. સદ્ગથી મને જ્ઞાન મળ્યું નથી, મને મારાથી થયું છે, એવા અવિવેકી શબ્દો બોલવા જોઈએ નહિ. ભાષામાં પણ જ્ઞાની પુરુષોનાં બહુમાન અને વિનય હોવાં જોઈએ, તેમના વચનનો આદર હોવો જોઈએ. જેનામાં સાચી પરીક્ષાશક્તિ ઉઘડી નથી તેણે પ્રથમ જ્ઞાની પુરુષોનાં વચનામૃતોનો અભ્યાસ સત્સમાગમ વડે કરવો જરૂરી છે. પોતાનો પક્ષ છોડીને નિર્માની થાય તો વિવેકનો માર્ગ મળે. પાટણથી પાંચ નગરશેઠિયા, ધોળી મૂછોવાળા, ૭૫ થી ૧OO વર્ષની ઉંમરના ગાડામાં બેસીને સિદ્ધપુર જવા નીકળ્યા છે; પાટણથી સિદ્ધપુર જવાની તેમને ખબર નથી. બીજાં ઘણાં ગામ-નગર રખડ્યા છે પણ સિદ્ધપુરના માર્ગની ખબર ન હોવાથી રસ્તામાં ચાર ફાંટા પડે છે ત્યાં ગાડું ઊભું રાખીને વિચાર કરે છે કે ક્યા રસ્તે જવું. નજીકમાં છ વર્ષનો ભંગીનો છોકરો ઊભો છે, પણ તેને કેમ પૂછાય? એમ તેઓ વિચારે છે. પોતે ખૂબ વિચિક્ષણતાથી સંસાર કેળવી જાણ્યો છે, બુદ્ધિના બહુ ડાહ્યા છે પણ તેનું ડહાપણ માર્ગ માટે ચાલતું નથી. કાં તો ગાડામાં બેસી રહે, કાં તો ગમે તે ઊંધે રસ્તે ચડી જાય. પેલા ભંગિયાના છોકરાને, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર] [ ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તેનો બાપ રોજ સિદ્ધપુર ટોપલા વેચવા જાય છે તેથી, તે માર્ગની અને નિશાનીની ખબર છે. પેલા મોટા વિચારે છે કે આપણે વૃદ્ધ અને એ છ વર્ષનો; એને કેમ પૂછાય? આપણે નાગર, એ ભંગિયો, આપણે ગાડે બેઠેલા આપણે મોભાવાળા અને એ રખડુ, વળી ધોળી મૂછો, ધોળાં કપડાં અને ધોળું અંગ છે તેથી એમ માને કે આપણે પુષ્યવાળા છીએ, માટે આપણને વાંધો નહિ આવે, તો તે પણ ઊંધે માર્ગે ચડી જાય. જો માન તજીને તેને પૂછી લે કે સિદ્ધપુરનો માર્ગ ક્યો? તો સાચો રસ્તો મળે. તેઓ જ્યારે ઉનાળાના તાપથી મૂંઝાણા ત્યારે નીચે ઉતરીને છોકરો રમતો હતો તેને પ્રેમથી પૂછયું કે ભાઈ ! તને સિદ્ધપુરના માર્ગની ખબર છે? તેણે કહ્યું : હા; જુઓ; આ દિશામાં વાડી છે, તેમાં કોસ ચાલે છે, ત્યાંથી આગળ જતાં ત્રણ વાડી સાથે આવે છે, તેને અડીને આગળ જજો. એમ કોઈ સગુરુના શરણને ન સેવે તો કાં તો તાપમાં બેસી રહે કાં ઉન્માર્ગે જાય. એમ ન કરવું હોય તો ભંગી અર્થાત્ જડ અને ચેતનનો ભંગ કરનાર એવા જે જ્ઞાની તેની પાસે પૂછવા જવું પડે અને તે સમજાવે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યકારિત્રરૂપ નિશાનીઓ આ પ્રમાણે છે. આખી જિંદગી ધર્મના નામે વિતાડી હોય, ઘણાં પુસ્તકો ભણ્યા હોય, મોટી ઉંમર હોય, પાંચ માણસોમાં પૂછાતો હોય, મનની ધારણા કરીને ઘણું ગોખ્યું હોય, છતાં પરમાર્થ અતીન્દ્રિય ન્યાયમાર્ગને ન જાણતો હોય, તેને જે ન્યાયમાર્ગનો જાણકાર હોય તેને પૂછવા જવું પડે, જેમ ભંગિયાના છોકરાને પૂછવા જવું પડ્યું હતું તેમ. એ છોકરે જેમ માર્ગના ભેદ પાડીને સમજાવ્યું તેમ જ્ઞાની આટલી (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી) નિશાની એમ બતાવે છે. તેનો ખ્યાલ છે કે મારો બાપ સિદ્ધપુર (મોક્ષ) પધાર્યા છે અને હું પણ જવાનો છું. પણ આ ડહાપણથી ભરેલા અભિમાન કરે કે અમે મોટા, માટે અમારાથી કેમ પૂછાય તો તેને શું લાભ થાય? લોકોમાં કહેવત છે કે – “પૂછણા સો ભૂલણા નહિ.” પોતે ઘણો ડાહ્યો દેખાતો હોય અને માનતો હોય કે મને બધી ખબર છે અને જેમ બીજા લાખો ગામ રખડયો હોય પણ અજાણ્યા ગામનું જ પોષાણ આવ્યું હોય, પોતાને જાતે ગયા વિના છૂટકો ન હોય, તો પ્રેમભાવ લાવીને જે માર્ગનો જાણકાર હોય તેને વિનયથી પૂછતાં રહેવું જોઈએ; એમ અનંતકાળથી જીવ માન-મોટાઈને લઈને રખડયો છે, મધ્યસ્થતા, નમ્રતા અને સાચી પરીક્ષા વિના ઘણા પુરુષોમાંથી કોઈનો લાભ લઈ શક્યો નથી, જ્યાં ગયો ત્યાં પોતાનો સ્વછંદ અને પક્ષ આડો આવ્યો. અને તેથી અનંતભવમાં રખડવું થવું, માટે હવે શું બાકી રહ્યું? એ માટે શ્રીમદે “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું” તથા “યમ, નિયમ, સંયમ આપ ક્યિો” એ પાઠનાં પદોમાં સમજવાનું શું છે તે જણાવ્યું છે, તેમાં ઘણું રહસ્ય સમાયેલું છે; માટે મુમુક્ષુએ તે પદો વાંચવાવિચારવાં. લૌકિકમાં અને વ્યવહારમાં પણ પ્રત્યક્ષ છે, કે જેણે જે વિષે કંઈ ન જાણ્યું હોય અથવા જે કંઈ ન સમજ્યો હોય તે તેના જાણકાર પાસે જઈને વિનયથી પૂછે છે અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] [૫૩ સલાહ લે છે; તેમ સંસારબંધનથી છૂટવાના કામી જીવોએ સાચા હિત અર્થે, પોતાના જ સુખ માટે સત્સમાગમ અર્થાત્ ધર્માત્માનો સંગ (પરિચય) કરવો જોઈએ. જે આત્માર્થી થયા તેઓએ આવો પરિચય વારંવાર કર્યો છે. અને જ્ઞાનીનાં વચનોનું માહાભ્ય સત્સમાગમ સમજવાના ભાવ કર્યા છે. સદ્ગુરુની આજ્ઞાએ જ કલ્યાણ થાય માટે એમ નિર્ણય થયો કે સત્સમાગમ વિના આત્મજ્ઞાનની પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. શાસ્ત્રમાં પાઠ છે કે “ચત્તારિ પરમ અંગાણિ દુલ્લાણિ” એમાં સાચા ગુરુનો ઉપદેશ ભાવથી શ્રવણ થવો દુર્લભ છે, એમ જણાવ્યું છે માટે પુરુષનાં વચનો સત્સમાગમ શ્રવણ કરવા-સમજવા યોગ્ય છે. અત્રે કોઈનેએમ આશંકા થાય કે પૂર્વે સદગુરુનો યોગ તો અનંતવાર થયો છતાં જીવનું કલ્યાણ થયું નહિ, તેથી સગુના ઉપદેશનું કાંઈ ખાસ વિશેષપણું દેખાતું નથી. તો તેનું સમાધાન કહ્યું છે કે – “સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.” જીવે સદ્ગને જાણ્યાં નહિ, પોતાનો સ્વછંદ, મહાગ્રહ ટાળ્યો નહિ, પોતાની દૃષ્ટિએ જોયું કે ક્યાં સરખું આવે છે; પણ મધ્યસ્થપણે ન્યાયથી સાચું શું છે, તેનો વિરોધ ટાળીને સમજવું જોઈએ, એમ સાચી સમજણનો યથાર્થ પુરુષાર્થ કર્યો નહિ; સની રુચિ નહિ, વલણ નહિ, ત્યાં સપુરુષ કેમ ઓળખાય? ન ઓળખાય. પૂર્વે સદ્ગુરુ ઘણી વખત મળ્યા છે, પણ આત્માને સમજનારા અને સમજાવનારા આ સદ્ગુરુ છે, આ સાચા પુરુષ છે, માટે હિતના કરનારા છે એમ ઓળખ કરીને જીવે તેને સદ્ગુરુ જાણ્યા નથી, જાતે ઓળખ્યા નથી, પ્રતીત્યા નથી, અંદરમાં આફ્લાદ-રુચિ આવી નહિ તો કેમ સમજાય? અને સદ્ગને ઓળખ્યા વિના, સમજ્યા વિના ઉપકાર શું થાય? સપુરુષને ઓળખીને તેમનું બહુમાન આવ્યું તો અવશ્ય પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય જ. પણ જીવે પોતાના મત અને માન મૂક્યાં નથી અને તેથી જ સદ્ગનો ઉપદેશ અંતરમાં પરિણામ પામ્યો નહિ અને પરમાર્થની પ્રાપ્તિ થઈ નહિ. જો માન અને મત મૂક્યાં હોય તો પોતે પણ જ્ઞાની પુરુષ જેવો થયો હોત. પણ અમારા કુળની પરંપરા અને અમારા ગુરુ આમ કહે છે માટે અમારે બીજાનું માનવું નથી, એમ મત અને સ્વચ્છંદ જીવને અનાદિ કાળથી આડો આવે છે. જો સ્વચ્છેદ અને મતાગ્રહ દૂર કરીને સત્ અને સદુપદેશ ગ્રહણ કરવાનો કામી થયો હોત તો અવશ્ય પરમાર્થને પામત. ધર્મના નામે પૂર્વે અનંતવાર સ્વચ્છંદ રાખીને શબ્દોમાં જ અર્પણતા કરી છે. ગર્ભિત ઊંડાણમાં માન અને મતાગ્રહને જ પોષણ આપ્યું છે એટલે સનું પરિણામ સમ્યગ્દર્શન પામ્યો નહિ, જ્ઞાનીના આશયમાં તેનું વળવું (ઠરવું) થયું નહિ, એટલે પરમાર્થની પ્રાપ્તિ થઈ નહિ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પોતાનું માન રાખવાને અર્થે સશુને સેવે તોપણ તે જીવ પરમાર્થને પામે નહિ. જેમ કાટવાળી લોઢાની ડાબલીમાં પારસમણિ હોય તો તેનું કાંઈ પણ પરિણામ આવતું નથી. વળી પારસમણિ અને પુરુષમાં ફેર છે તે નીચેની કવિતાથી જણાશે. પારસમણિ ઓર સંતમેં, બડો આંતરો જાણ; વહુ લોહા કંચન કરે, વહુ કરે આપ સમાન. હૃદયમાંથી જેણે માન અને મતરૂપી કાટ કાઢીને સંગ ન કર્યો તેણે હાડકાંનો સંગ કર્યો છે, જ્ઞાનીનો એટલે પુરુષનો સંગ કર્યો નથી. હાડકાંની સેવા એ ગુરુસેવા નથી અથવા સત્ સમાગમ નથી. પણ “હું સમજું છું હું જાણું છું' એ આદિ મિથ્યાભિમાન, સ્વચ્છેદ અને પૂર્વાગ્રહ એટલે કુળધર્મનો આગ્રહ ટાળીને જો સદ્ગુરુનો સમાગમ કરે તો જરૂર આત્માર્થ પામે. આ શરત છે, નોકરી કરવી હોય તો શરત પાળવી જોઈએ. જ્ઞાનીની નોકરી કરવી હોય તો ગયા કાળની બધી માન્યતા ઉપર મીંડા મૂકો. અંતરમાં સન્ની રુચિ તીવ્ર જિજ્ઞાસાથી આવી હોય તો એક સેકન્ડમાં યથાર્થ હા આવે, અંદરથી પ્રતીત થયા વિના રહે નહિ. અહીં અસદ્ગુરુઓએ દઢ કરાવેલા દુર્બોધપણાથી, માનાદિના તીવ્ર કામીપણાથી જીવોને એવો આગ્રહ બંધાઈ જાય છે કે પોતાને સદ્ગુરુના શરણ સેવ્યા વિના કલ્યાણ થશે. તે માને છે કે ભલે સદ્ગની પ્રાપ્તિ ન હોય અથવા અસદ્ગુરુને ભલે માર્ગની પ્રાપ્તિ ન હોય, પણ તે બીજાને ધર્મ પમાડી શકે છે, એટલે બીજા જીવો આત્મધર્મની પ્રતીતિ કુગુરુનો ઉપદેશ સાંભળીને પામશે એમ માને છે પણ આ ભૂલ છે, સદ્ગુરુના શરણે ગયા વિના અને સંતચરણના આશ્રય વિના પરમાર્થની પ્રાપ્તિ થાય નહિ. વળી જેને સાચા દેવ-ગુરુ-ધર્મના પ્રેમથી અધિક પ્રેમ સંસાર દેહાદિ સંબંધી રહે છે તેનામાં અનંત ભવભ્રમણના અનંત દુઃખ પામવાના ભાવ પડ્યા છે, કારણ કે ખોટાનો આદર છે ત્યાં સનો અનાદર થાય છે, એ જ હિંસા છે. જેને આત્મધર્મ (સાચું સુખ) પામવાની જિજ્ઞાસા હોય તે પોતાનો પક્ષ, આગ્રહ અને માનાદિનો ત્યાગ કરીને સદ્ગુરુના ચરણનો આશ્રય કરે તો પરમાર્થને પામે. આ ગાથા ઉપર શ્રીમદે જાતે પીઠિકા રચીને ટીકા કરી છે; અને ખાસ ભાર દઈને કહ્યું છે. કારણ કે અનાદિથી અટપટો માર્ગ છે, સ્વચ્છંદ-પ્રતિબંધ હોય ત્યાં સાચા સદગુરુનો યોગ હોય તોપણ તેનાં લક્ષ અને પ્રતીત થતાં નથી. પ્રતીત ન થવાનું કારણ સ્વચ્છેદ તથા મહાગ્રહ છે એમ સમજવું. લોકો અનેક પ્રકારની અન્યથા કલ્પના અને વિવિધ માન્યતામાં રાચે છે, અને અસળુઓએ દેઢ કરાવેલા મિથ્યા આગ્રહથી અને પોતાના દુર્બોધથી ધર્મ માને છે. અમે જાણીએ છીએ વગેરે માનાદિરૂપ માન્યતાની કામનાથી આત્માના નામે બીજાં માને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] [૫૫ છે, કરે છે, તથા એમ પણ કહે છે કે સદ્ગુરુ પ્રત્યે શાસ્ત્રકારો બહુ ભાર આપે છે તે તો બાળ જીવો માટે છે, આપણા માટે તેવો આગ્રહ નથી. આપણે ગમે તે વિદ્વાન પાસેથી સમજી શકીએ તેમ છીએ, થોડું ઘણું તો જાણીએ પણ છીએ. કુગુરુથી પણ જ્ઞાન થાય એમ માનનાર, કહેનારા સાચા સરનો, સાચા નિમિત્તનો નકાર કરે છે, તે સાથે પોતાના આત્માનો પણ અનાદર કરે છે. એમ અનેક પ્રકારે જીવોને વિપરીત માન્યતાઓ હોય છે તેથી પોતાનો પક્ષ, માન અને મત છોડીને સદ્ગુરુનો આશ્રય લેવા કહ્યું છે. વળી કોઈ એમ માને છે કે વેશ અને ક્રિયા જોઈને નમવું કારણ કે તેણે ત્યાગ કર્યો છે. વેશ જોઈને પણ નમવું તે ઉપર દૃષ્ટાંત છે કે - એક રાજાને ધર્મનો એવો છંદ લાગેલો કે ગમે તે વેષધારી બાવા, જોગી, સાધુ કે બીજો કોઈ હોય પણ આપણે તે વેશને વંદન કરવા, તેનામાં ગુણદોષ હોય તેનું આપણે કામ નહીં એક દિવસ માગણ જાતનો રાવળિયો ગધેડા હાંકીને જતો હતો. તે ગધેડાની પીઠે ચાંદું થયું હતું. તેથી તે ચાંદા ઉપર ભગવો પાટો બાંધ્યો હતો. તે જોઈ ગધેડાને રાજાએ લાંબા થઈને નમસ્કાર કર્યા, તે જોઈને સંત તુલસીદાસે કહ્યું કે અલ્યા તું કોને નમસ્કાર કરે છે? તેનો સંવાદ નીચેની કવિતામાં આપ્યો છે. “બાના દેખી નમણાં, નહીં કરણીશું કામ; તરુવરમાં કાંટા ભર્યા, છાયામાં વિશ્રામ.” તુલસીદાસે જવાબ આપ્યો કે : બાના હૈ બહુ ભાતકા, ઉસમેં હૈ એક મરમ; સબ હી છાયા બેસીએ, ન બેસીએ મીણા હરમ. મીણા પર પક્ષી મરે, વાકું વરસે કેર; તુલસી કહે બાના લિયા, બાને બાને ફેર.” આશય એ છે કે મૂઢ ? કાંઈ સાચા-ખોટાની પરીક્ષા તો સમજ. નિર્ધનની સેવા કરીએ તો તે લક્ષ્મી આપે? સાકરને બદલે ભૂલથી ઝેર ખાવામાં આવે તો જીવન જીવાય? એમ મોક્ષની ઈચ્છા હોવા છતાં આત્માના નામે ખોટાનો આદર કરનારા, સાચા દેવ-ગુરુ-ધર્મને નહિ સમજનારા મોક્ષ કેમ પામે? તે તો અનાદિથી રખડે છે તેમ રખડવાના. બધાય સ્વકલ્પિત ધર્મ માની બેઠા છે. જ્યાં ત્યાં ધર્મ વેચાતો હોય તો બધાનો મોક્ષ થઈ જાય, પણ તેમ નથી. માટે પ્રથમ સાચું સમજવાની જિજ્ઞાસા વધારી, સદ્ગુરુની ઓળખ કરવી, પરીક્ષાશક્તિ વધારવી. કોઈ માને કે જાતે ગુરુ થવાય છે, માટે અમારે ગુરુની જરૂર નથી, અથવા ગમે તે ગુરુથી પણ ધર્મ પમાશે, તો તે વાત સર્વથા જૂઠી છે. કોઈ ઠેકાણે શાસ્ત્રમાં કહ્યું છે કે :- અંતરનો સાચો વિચાર કરતાં ઘણાં જીવો બૂઝયા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૬ ] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે, પણ તેનો અર્થ એમ નથી થતો કે કુગુરુથી કોઈ બૂઝયા અથવા સદ્ગુરુની આજ્ઞાથી જીવોનું કલ્યાણ થતું નથી, અગર તેને પૂર્વે સદ્ગુરુનો જોગ ન હતો. તેનો અર્થ એટલો છે કે વર્તમાનમાં તેમને સદ્ગુરુનો જોગ નથી, તે જીવો આત્મજ્ઞાન પામીને મોક્ષ ગયા, એટલે એમ નથી કે તેઓ સ્વચ્છંદે ધર્મ પામ્યા છે. તે ધર્માત્માઓએ પૂર્વે સદ્ગુરુની સેવા-આજ્ઞા ઉપાસેલી જ છે. તેથી આ ભવે વર્તમાનમાં સદ્ગુરુ મળ્યા નથી તોપણ પૂર્વ ભવે સત્પુરુષને ઓળખીને સત્તમાગમે પોતાના (સ્વ) તરફનું તે જીવોએ વલણ કર્યું છે; આત્મા અક્રિય, જ્ઞાતા, અવિનાશી પવિત્ર છે એવો સ્વાત્મબોધ તો તેમને થયેલો પણ પુરુષાર્થની મંદતાથી એ ભવે કેવળજ્ઞાન ન પામ્યા. આત્મજ્ઞાન પામ્યા તેમાં એમ ન આવ્યું કે તેમણે ગુરુઆજ્ઞાની પ્રતીત નથી કરી. તેઓ પણ પોતાના ગુણના બહુમાન અર્થે સદ્ગુરુનું માહાત્મ્ય સન્મુખ રાખે છે. વળી કેટલાક કેવળજ્ઞાની અને સર્વ તીર્થંકરો આ ભવમાં પોતાની મેળે બૂઝયા તે પૂર્વના બળવાન સંસ્કારની સિદ્ધિ છે, તે પોતાની મેળે આ ભવે બૂઝયા તેથી સ્વયંબુદ્ધ કહેવાય છે; તેથી એમ ન સમજવું કે સદ્ગુરુથી ધર્મનો લાભ ન મળે, અથવા તેઓએ પૂર્વે કોઈ ભવે સદ્ગુરુ નો સમાગમ નથી કર્યો. કેટલાક તીર્થંકરો તો તેમના પૂર્વે ભવમાં સાક્ષાત્ સર્વજ્ઞ વીતરાગ ભગવાન પાસે ધર્મસભામાં ક્ષાયિક સમકિતરૂપ આત્મબોધ પામ્યા હોય છે; તેથી એમ જાણવું કે બધાય ધર્માત્મા સદ્ગુરુનું બહુમાન કરે છે. પોતાના આત્માનું બહુમાન થતાં સદ્ગુરુ, સદ્ધર્મનું બહુમાન થયા વિના રહે નહિ. જે સદ્ગુરુની સેવા, શ૨ણ અને આશ્રયનો નિષેધ કરે છે તેને સમ્યગ્દર્શન નથી. દેવ, ગુરુ, ધર્મ વીતરાગ છે માટે તે જે સ્વરૂપે છે તેથી યથાર્થ શ્રદ્ધા વિના સમ્યક્ત્વ સંભવતું નથી. જો અસદ્ગુરુ કે અસત્ સમાગમથી કલ્યાણ થતું હોય તો રાગ, દ્વેષ અજ્ઞાનથી કલ્યાણ થાય, માટે આ સિદ્ધાંત વિચારવા યોગ્ય છે. વળી ગાદી અને વેશને નમવું, એમ માનનારા પણ ઓળખ વિના પોતે પોતાનું અનંત અજ્ઞાન સેવે છે. તેઓ ભક્તિ કરે તો પણ તે જ્ઞાનીની ભક્તિ નથી, પણ રાગની ભક્તિ છે. આવી અનેક ભૂલો ટાળવા, માટે સદ્ગુરુનો સંગ, સત્સમાગમથી જ કલ્યાણ થાય છે એમ ઉપદેશ છે. હું અન્ય ક્ષેત્રથી આ ક્ષેત્રે ક્યા કારણથી આવ્યો ? માતાની કુખમાં ક્યા કા૨ણે આવવું થયું? હું કોઈ અન્ય ક્ષેત્રે પૂર્વે હતો તો ત્યાં પણ કર્મબંધના આવરણવાળો હતો. દેહની પરાધીનતામાં અજ્ઞાનપણે બેઠેલો હતો, તેમ વર્તમાનમાં પણ મને રાગ મમતા વડે દેહાદિનો સંબંધ જણાય છે; તે સંબંધી ઉપાધિભાવ તોડવાનો વિવેક નથી. હું ક્યાંથી આવ્યો એ આદિનું ભાન નથી તે મિથ્યાર્દષ્ટિ અજ્ઞાની છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ૫૭ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] વળી રાગ, દ્વેષ, અજ્ઞાનના ભાવે રાગાદિ અધ્યવસાનના કારણે કર્મબંધન મેં કર્યું છે; તેવી પ્રવૃત્તિ મેં મારી જાતે કરી, કરાવી, અનુમોદી, એમાં અનંતકાળથી હું છું અને જગતમાં બંધભાવે વિશાળ ક્ષેત્રો મેં સેવ્યાં; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, અને ભવ એ પાંચ પ્રકારના પરાવર્તનરૂપ સંસારમાં શુભ-અશુભ ભાવે પરિભ્રમણ કર્યું એમ જેણે જાણ્યું અને પૂર્વજન્મ અને સુખ-દુઃખના કારણો જેણે જાણ્યાં, વળી દેહાદિ તથા રાગાદિ સર્વ ઉપાધિથી રહિત અકિય જ્ઞાનઘન છું, એમ જ્ઞાનમાં સાચો નિર્ણય જે વિચારવાન જીવે કર્યો અને જેણે પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણથી જેમ છે તેમ વસ્તુતત્ત્વનું જ્ઞાન કર્યું તે સમ્યગ્દષ્ટિ છે. તે જ્ઞાન શા કારણથી થાય? તેનો ઉત્તર :- ૧. જ્ઞાની પાસેથી અપૂર્ણપણે સાચા ઉપદેશના ગ્રહણ-ધારણથી, ૨. તેવા જાતિસ્મરણ જ્ઞાનથી, ૩. સત્સમાગમથી કે ૪. યથાર્થ વિચારથી, પૂર્વભવે સત્સમાગમ વડે સદ્ગુરુનો આશ્રય કરેલો હોય છે તે પવિત્ર સંસ્કારની જાગૃતિથી વર્તમાન સમજણમાં પૂર્વભવોના સંસ્કારની સંધિ મેળવીને વિચારશ્રેણીમાં સ્થિર થતાં આત્માનું ભાન થાય છે. દૃષ્ટાંત-મૃગાપુત્ર મહેલના ઝરૂખામાં ઊભા હતા, ત્યાંથી તેમણે મુનિને જોયા. વિચાર આવ્યો કે અહો ! આવું રૂપ મેં ક્યાંય ભાળ્યું છે, જાણે મારા હૃદયની વાત હોય નહિ! મારા પરિચયની વાત હોવી જોઈએ ! હા, હું પણ પૂર્વે સંતમુનિઓના પવિત્ર સમૂહમાં હતો, મુનિ હતો એમ જાતિસ્મરણ થતાં આત્મજ્ઞાન થયું. સત્સમાગમથી અથવા કોઈ યુગપ્રધાન પુરુષ કે તીર્થકર ભગવાનની ધર્મસભામાંથી પાત્રતા વડે અનેક જીવ સમ્બોધ પામે છે. પૂર્વભવમાં સંતચરણનો આશ્રય કરેલો તેના સંસ્કારની જાગૃતિથી પોતાને જાતિઅનુભવ થાય. એ ત્રણ કારણ સિવાય અન્ય કોઈ કારણથી કોઈને આત્મજ્ઞાન ન થાય, તેમાં સદ્ગુરુનું જ માહાભ્ય છે. જેને જાતિસ્મરણથી કે પોતાની જાગૃતિથી જ્ઞાન થયું તેમાં શ્રીગુરુના આશ્રયનો નકાર નથી. આત્માનો અવિરોધ મહાધર્મ જેમ છે તેમ સર્વજ્ઞની આજ્ઞા સહિત સાચા આત્મધર્મને સન્મુખ કરી, સાચા સદ્ગુરુના અભિપ્રાયે જે વર્તનારા છે તે સંસારરૂપી મોટો દરિયો તરી જાય છે. તેથી એમ ન થયું કે આત્મજ્ઞાની સગુરુ વિના કુગુરુથી પણ મોક્ષ થાય. ધર્મજિજ્ઞાસુ જીવ વિચાર કરે છે કે ક્યારે મને મારો સત્ સ્નેહી મળશે? જેમ ભયંકર રોગવાળાને વૈદ્ય વિના ચેન પડે નહિ, તેમ અમને સંતોના સમાગમ વિના ક્ષણ પણ ગમતું નથી. એ સંતોના, કેવળી ભગવાનના આ વર્તમાન કાળે વિરહ પડયા. એ સત્પરુષો વિના અમને પર (બીજાનો ) સંગ ગમતો નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા શ્રીમદ્ પોતે પણ એક પત્રમાં લખે છે કે:- સત્સમાગમની આ કાળે દુર્લભતા છે, એ આત્મનિવેદન–અંતરની પ્રેરણા કોને કહીએ? ધર્માત્મા ક્યારે મળે કે જેમને અમે હૃદયની વાતો કરીએ? આ કાળે સાચી વાત અને તત્ત્વ શું છે તેને સમજનારા, સાંભળનારા કોઈ ન મળે પણ તમ જેવા માર્ગઈચ્છક પ્રત્યે અંતરની લાગણી ઠરે છે. અમને સપુરુષનો વિરહ ખૂબ સાલે છે. સદ્ગનો નિત્ય વિચાર કરતાં, સ્વવિચારમાં પ્રેરાતાં, સર્વ વિચારની પ્રેરણાના બળ વડે જેમ તેમ કરીને માર્ગ કાપીએ છીએ પણ પ્રત્યક્ષ સત્પુરુષના યોગ હોત તો અમને આટલો પરિશ્રમ ન હોત. એમ જ્ઞાની પુરુષો પણ સત્સમાગમની ભાવના ભાવે છે તો પછી જેને પ્રાપ્તિ નથી તે સત્સમાગમ અને સદ્ગુરુની ઉપેક્ષા કેમ કરી શકે? જેણે સ્વછંદ ત્યાગીને સદ્ગુરુ આગળ પોતાનાં માન અને મત મૂક્યાં નથી તે ધર્મ પામી શકે નહિ. જ્યાં આગળ સાચા ધર્માત્માની ઉપેક્ષા વર્તે છે ત્યાં આગળ અહંકાર વર્તે છે કે અમે જાણીએ છીએ વગેરે. જેને પોતાના આત્માનું લક્ષ થયું છે તે સ્વવિચાર પામીને જ્ઞાનીનો અતિ આદર કરે છે, જેને ધર્માત્મા પ્રત્યે બહુમાન છે તેને પોતાનો વિનય છે; તેથી સસ્વભાવને સમજવાની પ્રેરણા થાય છે. માન છે તે આત્માના ખરા ગુણનો ઘાત કરનાર છે. ધર્માત્મામાં એવો નિયમ છે કે જે પ્રથમ ધર્મ પામ્યો હોય, અંતરમાં પરમ પવિત્ર દશા જેની ઊઘડી છે તેવા પ્રથમ દીક્ષિતને નવા દીક્ષાધારી મુનિએ નમન કરવું જોઈએ. લાકડાંનો વેચનાર કઠિયારો હોય છતાં આત્મજ્ઞાનમાં મસ્ત મુનિ થઈ શકે છે. આત્મજ્ઞાનની સ્થિરતામાં અડોલ પરમ પવિત્ર દશામાં સ્થિત એવા મુનિને (પૂર્વે ભલે ગમે તેવા હો તોપણ) મોટા ચક્રવર્તી પણ નમક કરે. જો જરાપણ માન લાવે તો તે ચક્રવર્તી ધર્માત્મા નથી. ભરત ચક્રવર્તી રાજા જ્યારે સર્વજ્ઞ ભગવાનને વંદન કરવા જાય છે, ત્યારે બધાને રસ્તામાં ખબર આપે છે કે – મને કોઈ રાજા તરીકે વંદન કરશો નહિ. (એવું નિર્માનીપણું હોય છે.) બાહુબલીજી ઘણા ગુણવંત મહાતપસ્વી હતા, બાર માસ સુધી એક જ સ્થળે આહાર વગર ધ્યાનમાં ઊભા હતા, વેલડીએ વીંટાયા હતા, બધા ગુણની યોગ્યતા છતાં એક નજીવી બાબતમાં માન રહી જતાં કેવળજ્ઞાન અટકયું હતું. એમ માનના કારણે આત્મગુણનો વિકાસ અટકયો હતો. જરા માન ખસ્યું કે ચૈતન્યભગવાનની પૂર્ણ પવિત્ર કેવળજ્ઞાનદશા પ્રગટ થઈ. જે કાર્ય બાર માસમાં એક અંશ પણ ન થયું, તે માન જતાં ક્ષણમાત્રમાં જ થયું. પૂર્ણ સ્વરૂપનો વિકાસ થઈ, આત્માની પૂર્ણ પવિત્ર કેવળજ્ઞાનદશા, પૂર્ણ વીતરાગતા પ્રગટી; એમ માનરહિત થવાનો મહિમા છે. એક માનને કારણે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય અટકી રહ્યું હતું. જ્યારે પોતાને એ માનદોષનું ભાન થયું તથા તે દોષને ટાળ્યો ત્યારે કેવળજ્ઞાન થયું. બાર મહિના નિરતિચાર પણે, એક લક્ષે એક આસને, અભેદ આત્મવિચારમાં રહેનારા એવા મહાન પુરુષને એક અલ્પ માને તેમની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] [૫૯ બાર બાર માસની મહેનત સફળ થવા ન દીધી. અર્થાત્ તે દશાથી માન ન છૂટયું અને જ્યારે તે માન ટળ્યું ત્યારે કાર્ય સફળ થયું. આખો આત્મધર્મ જ્ઞાનીની આજ્ઞામાં સમાય છે એમ શાસ્ત્રોમાં વારંવાર કહ્યું છે. [ તા. ૨૭-૯-૩૯ (શ્રીમદ્ રાજચંદ્ર સમાધિ મંદિર, રાજકોટ-આજે શ્રી ગાંધીજી આવ્યા હતા.) ૯ મી ગાથા ચાલુ-]. જે કારણોથી આત્મજ્ઞાન પામી શકાય છે તેનાથી વિપરીત કારણોથી સંસારમાં રખડવું થાય છે ત્યારે સાચું સાધન શું? તે સમજવા માટે તેની પ્રાપ્તિ માટે આ ગાથા કહી છે. પોતાના માનેલા સ્વચ્છંદનો અભિપ્રાય, માન અને મતનો ત્યાગ કરવા કહ્યું છે. પોતાનું સ્વરૂપ સમજ્યા વિના જીવ અનાદિથી અનંત દુઃખ ભોગવે છે,–તેથી આ શાસ્ત્રના પહેલા પદમાં જ કહ્યું છે કે - “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.” આત્મા અનાદિ-અનંત છે તે સમજ્યા વિનાની આત્માની અનાદિની અવસ્થા છે, તેમાં અનંત દુઃખ છે, મેં પૂર્વે અનંત દુઃખ ભોગવ્યાં. એ દુઃખ દોષ મારો સ્વભાવ નથી એમ જાણીને જે પોતાના સુખસ્વરૂપને સદ્ગમાહાભ્યથી સમજ્યો તે કહે છે કે “સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” એ ગાથાને અને આ નવમી ગાથાને સંબંધ છે. સ્વરૂપ સમજ્યા વિના દુઃખદશા પામ્યો એટલે કે વિકારી દશામાં, અજ્ઞાનદશામાં અનંત દુઃખ પામ્યો. તે દુઃખરહિત સુખસ્વરૂપ સદ્ગુરુએ સમજાવ્યું, એટલે કે હું સદ્ગુરુ વડે સમજી શક્યો એ કબૂલાત આવી. મારું સ્વરૂપ મારાથી ન સમજાય એમ ન આવ્યું; કારણ કે જો મારાથી ન સમજી શકાય એવું મારું તત્ત્વ હોય તો હું કદી ન સમજી શકું; પણ અહીં પહેલા જ પદે જણાવ્યું છે કે મારી અણસમજણના કારણે અનંત દુઃખ પામ્યો. તે ભૂલ ટાળવામાં ઉપાદાન મારી જિજ્ઞાસા અને નિમિત્ત સદ્ગુરુ થયા. કોઈ પણ કાર્યમાં બે કારણો હોય. (૧) મૂળ કારણ ( ઉપાદાન), (૨) સહાયક કારણ (નિમિત્ત). અનંતકાળથી નહિ સમજાએલું તે સમજનારો સ્વાધીન હું અને ઉપકારી ગુરુ પણ મેં માન્યા; એટલે અનંત કાળમાં પોતાને નહિ સમજવાના મૂળ કારણમાં પણ હું પોતે અને નહિ સમજવાના નિમિત્તકારણમાં કુગુરુનો સંગ,-એમ નહિ સમજવાનાં એ બે કારણો છે; અને સમજ્યો તેનાં બે કારણો આગળ કહેવાઈ ગયાં. એમાં સદ્ગુરુનું માહાભ્ય મુખ્યપણે છે. હું અનંતકાળથી મારું શાશ્વત સુખપદ ન સમજી શક્યો-એમ સમજનારને અપૂર્વ તત્ત્વ સમજવું છે, તે સમજવાની પોતાની પાત્રતા જોઈશે, તે પાત્રતા હોય તેને પોતાની યોગ્યતા પ્રમાણે, પોતાના ઉપાદાન પ્રમાણે, પોતાના પુરુષાર્થ મુજબ, બહારના સહકારી કારણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૦] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મળી આવે છે; પોતાની શુદ્ધતા પ્રગટ કરવામાં પોતાની સહજ શક્તિ દરેક ક્ષણે શક્તિરૂપે હયાત છે; પોતાનું મોક્ષસ્વરૂપ સમજવાની તીવ્ર જિજ્ઞાસા થતાં સદ્ગનો વિનય જાગે છે અને સગુણ મળે છે. પોતે પોતાને પોતાના આત્માવડે સમજ્યો છે છતાં નમ્રતાથી વિનયવંતપણે સ્વતંત્ર રહીને કહે છે કે “સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.” સમજ્યો તો પોતાની પાત્રતાથી; તેમાં નિમિત્તકારણ સદ્ગુરુ તે પદ સમજાવનાર છે. એમાં પોતાનો પુરુષાર્થ વિનયવાળો છે, સ્વચ્છંદી નથી; એ રીતે પોતાની સહજ સ્વતંત્ર શક્તિથી પોતે પોતાની પાત્રતા પામ્યો છતાં સદ્દગુરુનું બહુમાન કરે છે. એ જ સત્પાત્રતાની નિશાની છે. આ પરમ પદ નહિ પામવાનાં કારણો આગળ બતાવ્યાં છે. બાહ્યક્રિયા અને મોહથી ઉત્પન્ન થતો શુભભાવ પણ વિકાર છે નિજગુણ નથી, છતાં તેને કોઈ સાધન માને છે. પુણ્યાદિ બંધભાવ આત્માને લાભ કરનાર નથી; તેમાં સુખની માન્યતાવાળા કોઈ ક્રિયાજડ અને સ્વેચ્છાચારી, જિનેશ્વર ભગવાનની આજ્ઞાને બદલે રાગાદિ કષાયની ઉપાસના કરે છે. વળી એનાથી વિપરીત શુષ્કજ્ઞાની શાસ્ત્રના શબ્દો મન વડે ધારી રાખે છે; કષાય, પ્રમાદ અને રાગાદિ આસક્તિનો ઘટાડો કરતા નથી, એવા સ્વચ્છેદી પોતે મોક્ષમાર્ગમાં હોય એમ માને છે. તેનો પણ અહીં નિષેધ કર્યો છે. અત્રે શ્રીમદ્ રાજચંદ્ર સદ્ગુરુની આજ્ઞા આરાધવા ખાસ ભાર દઈને એમ કહ્યું છે કે મોક્ષમાર્ગનું રહસ્ય જ્ઞાનીની આજ્ઞામાં જ સમાયેલું છેઃ દરેક આત્મા પૂર્ણ પવિત્ર, અસંગ અને સર્વજ્ઞસ્વભાવમાં શક્તિથી ટકેલો છે. સર્વજ્ઞપ્રભુ ત્રિકાળજ્ઞાની ભગવાને આત્મા જે સ્વભાવે છે તે જાણીને જે આજ્ઞા કરી છે તે આજ્ઞામાં મારો ધર્મ છે, તે પ્રધાન કથન છે, વીતરાગની આજ્ઞા એ મારો ધર્મ છે, એ જ તપ છે. આ લોકમાં અનંત જ્ઞાનીઓએ સમ્મત કરેલો ન્યાય એ સર્વજ્ઞ તીર્થંકરદેવનું અપૂર્વ ભાવવચન છે. જીવ પોતાનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યા વિના અનાદિ કાળથી સ્વચ્છંદ અને માન વડે રખડે છે; માટે જેણે શુદ્ધ આત્મસ્વરૂપ જાણ્યું છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા શું છે, તે જાણી તેનો આશ્રય કરવો એ જ હિતનો માર્ગ છે. ત્યારે ભગવાન વીતરાગની આજ્ઞા શું છે તે જાણવું પડશે, પરીક્ષા કરવી પડશે, કારણ કે ઘણા કહે છે કે અમે સર્વજ્ઞભગવાનની આજ્ઞા કહીએ છીએ, એની જ ઉપાસના કરીએ છીએ, માટે અમારી માન્યતા ત ખરી છે. સાચી પરીક્ષાવડે સાચા સદ્ગરને ઓળખવાની ભગવાનની સાચી આજ્ઞા સમજાય છે. તેથી શ્રીમદ્ કહે છે કે :-“કોઈ એક સપુરુષને શોધો અને તેમની ગમે તે આજ્ઞામાં અર્પાઈ જાઓ, તેમને શિરસાવંધે માનો, આદર કરો. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજો.” એટલે કે તેને જ્ઞાનીના સત્સંગ વિના ગમશે નહિ, અને મોક્ષસ્વરૂપ સમજ્યો એટલે કોઈને પૂછવા નહીં જવું પડે, સ્વસ્વરૂપમાં શંકા નહીં પડે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] [ ૬૧ આત્મસિદ્ધિશાસ્ત્રની પહેલી ગાથા અને નવમી ગાથા ઘણાંએ વાંચી હશે, પણ અંદર ગંભીર મહાન વિશાળ ભાવાર્થ સમાયેલો છે તેનો વિચાર, મનન કરવા માટે પ્રયત્ન કદી કર્યો છે? જ્ઞાની પુરુષોએ જે કાંઈ કહ્યું છે, તે હિતનું કહ્યું છે. જગતના બધા ભાવો જેમણે જાણ્યા-દેખ્યા છે એવા જે તીર્થંકર ભગવાન છે તેમણે આમ કહ્યું છે કે હે ભવ્ય જીવો! અત્યાર સુધી સત્પરુષો જે રીતે આત્મસ્વરૂપ કહેવા માગે છે તે આત્માની સચિ વડે અર્પણતાથી સાંભળ્યું નથી. આનંદસ્વરૂપ આત્મા શું છે, તે વાત તમે પૂર્વે અનંત કાળમાં સાંભળી નથી. ધર્માત્મા જ્ઞાનીનું જે કહેવું છે તેને અનુસરીને, તેમની આજ્ઞાને અનુસરીને આત્માનાં હિત અને સ્વાધીનતાની પ્રમાણિક વાત તમે સાંભળી નથી. કદાચિત્ આત્માની વાત કહેનાર જ્ઞાની પુરુષ મળ્યા અને તે વાત કાને પડી, પણ તે વાતને યથાપ્રકારે સમજીને પ્રતીતિ કરી નથી, આદરી નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે :- કેવળી આગળ રહી ગયો કોરો. સર્વજ્ઞ ભગવંતોએ, જ્ઞાની પુરુષોએ, જે મૂળ ભાવ અને આશયથી આત્માની વાત કહી છે તે ભાવ અને આશયથી તમે તે જાણી નથી, સાંભળી નથી; વિરોધ કે પક્ષપાત ટાળીને પ્રતીત કરી નથી, તથા તે અપૂર્વ ભાવનો આદર આવ્યો નથી. લાયક જીવ જ્ઞાનીની આજ્ઞા ઉપાસે છે, તેને જ્ઞાની મુનિઓએ સામાયિક કહી છે, આ આત્માનું સ્વરૂપ તે સામાયિક છે. સમ=આત્મા અવિકારી છે, પુણ્ય-પાપ રહિત છે, તે સમતાસ્વરૂપ પૂર્વે જાણ્યું નહોતું તે સદ્ગઆજ્ઞાની ઉપાસના વડે આત્માને ઓળખી બધા વિરોધ ટાળીને એ આજ્ઞામાં-જ્ઞાનમાં, અય=જવું, એટલે કે આત્મામાં એકત્વપણે સમાઈ જવું એવો પરમ ગંભીર અર્થ સંક્ષેપમાં થાય છે. જેણે આત્મા જાણો તેણે સર્વ જાણું. ત્રણે લોકના ત્રિકાળ ભાવો આત્માના યથાર્થ ભાનમાં, સહજસ્વરૂપી જ્ઞાયકના સામર્થ્યમાં જણાઈ જાય છે, અને પરમ સંતોષ પ્રગટે છે. - સૌરાષ્ટ્રમાં સાચું અધ્યાત્મ શું? તેને યથાર્થ સમજાવનાર કોઈ હોય તો વર્તમાનકાળમાં શ્રીમદ્ રાજચંદ્ર હતા. વાડા કે સંપ્રદાયનો પક્ષપાત મૂકી દઈને મધ્યસ્થપણે સરલતાથી કોઈ વિચારશે તો તેમાં વિરોધ નહિ દેખાય. વળી તેમને જ્ઞાની કહેવામાં બીજા જ્ઞાની હોય તો, તેનો નિષેધ નથી. શ્રીમતું વિશાળ હૃદય અને ઉજ્જવળ અંત:કરણ સમજનાર પાત્રતા કેળવવી પડશે. ધીરજથી સાંભળવા માગે, સાચી જિજ્ઞાસા વધારે અને પક્ષપાતનો ત્યાગ કરે તો અનંત કાળથી રખડવું પડયું તેનું કારણ શું, તે સમજાય તેમ છે. જે ભાવે આત્માનું વિસ્મરણ થયું છે તેનાથી વિલક્ષણ (અપૂર્વ ) નિર્દોષ એવો ભાવ કંઈ મોંઘો દુર્લભ હોવો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જોઈએ. એ સમજ્યા વિના ભવનો અંત ન આવે. એ અપૂર્વ ભાવ મારામાં છે પણ તે પ્રાપ્ત કરવાની વિધિ, જ્ઞાનકળાની મને કંઈ ખબર નથી, એ કબૂલાત રાખીને પક્ષનો આગ્રહ છોડીને સદ્ગુરુને શરણે જવું. ૯ ત્યારે એ પ્રશ્ન થશે કે સગુરુ કોને કહેવા? તેની પ્રામાણિકતાનાં નિર્દોષ લક્ષણ શું તે હવે કહે છે : આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. ૧૦. પ્રથમ ટૂકડો વિશેષ ઉત્તમ કહ્યો છે કે જેમનામાં પરમ અધ્યાત્મદશા પ્રત્યક્ષ છે તે પરમ ઉપકારી છે. પણ જેને આત્મજ્ઞાન નથી તે બીજાને શું સમજાવી શકે? આ તો અરૂપી અતીન્દ્રિય લોકોત્તર માર્ગ છે. આત્મા અનંત આનંદની ખાણ, બેહદ સુખસ્વરૂપ છે એમ જેણે જાણ્યું અને વૈધું નથી તેવા અંધ બીજાને કેમ દોરી શકે? એટલે કહ્યું છે કે આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે અને શુભ, અશુભ રાગ, દ્વેષ, મમતા, પરિગ્રહાદિ પરભાવની ઈચ્છાથી જે રહિત છે, પુણ્ય, પાપ, રાગ, દ્વેષ, દેહાદિની પ્રતિકૂળતા, અનુકૂળતા પ્રત્યે જેને સમભાવ વર્તે છે તેમને અંતરના સ્વભાવથી અંદરમાં પવિત્ર, નિર્દોષ જ્ઞાનજ્યોતિ પ્રગટે છે. સદાય આત્મજ્ઞાનમાં નિર્દોષ આનંદમાં વર્તે છે તે પ્રથમ લક્ષણ છે. શાસ્ત્રનું અમુક જાતનું આટલું જ્ઞાન હોવું જોઈએ, આટલું ભણ્યો હોવો જોઈએ, આટલી ઉમ્મર હોવી જોઈએ, અને આટલી ક્રિયાવાળો, આટલા પુણ્યવાળો હોય એનાથી આત્મધર્મ ઊઘડે એમ ન કહ્યું; પણ જ્ઞાનસ્વરૂપ સમજણતત્ત્વ જે અસહાય સ્વાધીન જ્ઞાતા છે તે પૂર્ણ જ્ઞાનસ્વરૂપની સમજણ, જે શક્તિરૂપે છે તેનું ભાન થતાં આત્મા જેવો છે તેવો સમજાય છે; તે સમજાવનાર આત્મજ્ઞાની છે એમ કહ્યું. પૂર્વે અજ્ઞાન વડે પરભાવોથી–પરનિમિત્તથી કલ્યાણ થશે એમ માન્યું હતું. જે ભવહેતુ થતું હતું. તેવા અજ્ઞાનને સગુરુ આજ્ઞાવડે ક્ષણમાત્રમાં ટાળીને સ્વાધીન આત્મજ્ઞાનદશા પ્રગટાવી શકાય છે. પરનિમિત્તથી જ્ઞાન થયું એમ નથી, પણ દીવાવડ દીવો પ્રગટે એ ન્યાયે આત્મા પોતાના પ્રગટ પુરુષાર્થ વડે અને જ્ઞાનીના નિમિત્તે આત્મજ્ઞાન પોતે પ્રગટાવે છે; આમાં કોઈ પક્ષ ન આવ્યો કે અમુકથી પ્રગટે, પણ સદ્ગઆજ્ઞા ઓળખીને, પૂર્ણ અખંડપદ, સર્વજ્ઞ પરમાત્મા, વીતરાગસ્વરૂપ દેવ, ગુરુ, ધર્મ છે તેનું યથાર્થ સ્વરૂપ જે જાણે છે, તે પોતાનું સ્વરૂપ જાણે છે; એટલે ત્યાં શુભાશુભ ક્રિયા, રાગ-દ્વેષ, હર્ષ-શોક, શાતા-અશાતા એ બધા વિભાવોની નાતિ છે, એવો શાનીનો મહિમા છે. આત્મજ્ઞાનની પવિત્ર દશાની જ્યાં પ્રાપ્તિ છે ત્યાં પરભાવની, પરાધીનતાની નાસ્તિ છે એટલે કે નકાર છે. હું પરથી જાદો પૂર્ણ આનંદસ્વરૂપ કૃતકૃત્ય છું, અતીન્દ્રિય જ્ઞાતા છું-એમ નિશ્ચય કરતાં, તેના સિવાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] [૬૩ અન્ય જે રાગાદિભાવ, પુષ્ય, પાપ તથા દેહાદિની ક્રિયા તે સર્વનો તેમાં અભાવ થયો, સહેજે અનાદર થયો, સહજ સ્વતંત્ર જ્ઞાનગુણની અતિ એટલે જ પરભાવની નાસ્તિ. આત્મા જ્ઞાનમૂર્તિ છે એવું ભાન થયું ત્યાં નિંદા-સ્તુતિ, શત્રુ-મિત્ર, હર્ષ-શોક, ઇષ્ટઅનિષ્ટના જે બે ભંગ પૂર્વે હતા તે ટળી ગયા. જ્યાં લગી પોતે પૂર્ણ વીતરાગ થયો નથી ત્યાં લગી વિનય-ભક્તિના કારણે ધર્માત્માના ગુણપ્રત્યે રાગ થઈ જાય છે, દેવ-ગુરુ-ધર્મનું બહુમાન આવે છે, છતાં માને છે કે મારું પૂર્ણ અરાગી સ્વરૂપ જ એક ઉપાદેય છે. આત્માની યથાર્થ શ્રદ્ધાના જ્ઞાન સહિત જે સમભાવ છે તે જ વાસ્તવિક સમભાવ છે. આત્મભાન વિના મનદ્વારા અનંત વાર કષાયની મંદતા, શુભભાવરૂપ ઘણો સમભાવ રાખ્યો છે, વ્રત, તપ, ક્રિયા, યોગ, સમાધિ, ચારિત્ર, બધુંય બીજાં કર્યું છે. તે સંબંધમાં શ્રીમદે કાવ્ય કહ્યું છે કે “યમ, નિયમ, સંજમ, આપ ડ્યિો, પુનિ ત્યાગ વિરાગ અથાય લહ્યો; વનવાસ લિયો, મુખ મૌન રહ્યો, દેઢ આસન પદ્મ લગાય દિયો.” મૌનપણું આદિ બધું કર્યું પણ જે પોતાનું સહજ સ્વરૂપ છે તેનું ભાન ન કર્યું એમ કહી ગુરુગમનું માહાભ્ય જણાવ્યું છે. સદ્ગર ખરેખર આત્માર્થી જીવોના હૃદયકમળનો વિકાસ કરવામાં સૂર્યસમાન છે. આત્મજ્ઞાનને વિષે જેમની સ્થિતિ છે, વિષય, માન, કામના, પૂજાદિ ઈચ્છાથી જેઓ રહિત છે, અને માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા મન, વચન, કાયાના યોગે અને પૂર્વકર્મના ઉદય મુજબ જેમનું વિચરવું છે. આહાર-પાન આદિ ક્રિયા બહારથી દેખાય છે, પણ અંતરંગમાં જેમને ઈચ્છા નથીમમતા નથી તેમની અપૂર્વ વાણી મુમુક્ષુ આત્માને ટચ કરે છે, તેમની અપૂર્વ દેશના ભવ્ય આત્માને સમજાવી શકે. અહીં વાણીયોગવાળા સદ્ગની વ્યાખ્યા કરી છે, તેથી જે જ્ઞાની પાસે વાણીયોગ ન હોય તે ધર્માત્માને અન્યાય નથી. અહીં અપૂર્વવાણીવાળા સદ્ગની મુખ્યપણે વાત કરી છે કે જેમની વાણી અજ્ઞાનીની વાણી કરતાં સ્પષ્ટ જુદી પડે છે. જે ભાવે રખડવું થાય એવા ઊંધા ભાવવાળી વાણી કરતાં ભવથી મુક્ત કરાવવાવાળા પરમ પ્રભાવક પુરુષની વાણી કોઈ ઓર હોય છે. - નવમી ગાથામાં એમ કહેલ કે પોતાનું આત્મસ્વરૂપ શું છે, તેનાં શું શું લક્ષણ છે, તે સમજવા માટે મતાગ્રહ અને માન છોડીને સદ્ગુરુના શરણને સેવે તે પરમાર્થને પામે. અનાદિથી બાહ્ય લક્ષણ, પરભાવના ભેળસેળવાળા લક્ષણથી આત્માને અજ્ઞાનરૂપ માન્યો છે એટલે જેમ છે તેમ નિજસ્વરૂપ જાણ્યું નથી, તેથી પરદ્રવ્યો, પરભાવોથી ભિન્ન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪] [ ભગવાનશ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નિબંધ રીતે આત્માનું સાચું લક્ષણ ગુગમે સમજવુંનિર્દોષ લક્ષણ તેને કહીએ કે જે પદાર્થમાં ત્રિકાળ અભિન્નપણે રહે, અન્ય દ્રવ્યથી જુદાઈ જણાવે અને લક્ષ્યને અભેદપણે ધારી રાખે. આત્મસ્વરૂપનું નિર્દોષ લક્ષણ સદ્ગુરુ પાસેથી જાણી શકાય છે, માટે સદ્ગનાં લક્ષણો આ દશમી ગાથામાં છે. શાસ્ત્રમાં ત્રિકાળ અબાધિત વસ્તુ-પદાર્થનું અસાધારણ જાતિવાર લક્ષણ બતાવ્યું છે. જીવપદાર્થ અને અજીવપદાર્થ-એમ બે જાતના પદાર્થો છે. જીવ એટલે આત્મા લક્ષ્ય છે અને ચેતના તેનું લક્ષણ છે. જીવે જેવી રીતે નિબંધપણું છે તેવી રીતે નથી જાણ્યું તેથી અનાદિથી રાગ, દ્વેષ અને મોહભાવમય અજ્ઞાનપણે પોતાને વિપરીત ગુણવાળો માન્યો છે, પણ તેને તે ભૂલની ખબર નથી. સાચા તત્ત્વસ્વરૂપને ભૂલીને વિપરીત લક્ષણ માન્યું હતું તે સદ્ગુરુ વડે સમજાયું, એમ પ્રથમ ગાથામાં આવ્યું. - આત્માને જેમ ચેતનાલક્ષણથી બીજા સર્વ પદાર્થોથી જુદો પાડી શકાય છે તેમ સદ્ગુરુનાં લક્ષણ જાણવાથી તેમને ઓળખી શકાય છે, તેથી તેમનાં લક્ષણો આ ગાથામાં કહ્યાં છે. તેમાં પ્રથમ લક્ષણ આત્મજ્ઞાન કહ્યું છે. આત્મજ્ઞાન એટલે સમ્યજ્ઞાન. સમ્યજ્ઞાન એટલે રાગ, દ્વેષ, ઈચ્છા, મમતા રહિત પોતાનું વસ્તુત્વ તથા સમસ્ત પદાર્થોનું જ્ઞાન જેમ છે તેમ યથાર્થ જાણવું, રાગ-દ્વેષ, હર્ષ-શોકને પોતાના ન જાણતાં પોતાના જ્ઞાનસ્વરૂપનો બોધ થવો તે છે. પ્રથમ પરૉયોમાં એકત્વપણું થતું હતું તેનાથી છૂટીને હર્ષ-શોક રહિત અરાગીપણે સ્વસ્વરૂપમાં સ્વસમ્મુખ થવું તે સમ્યજ્ઞાન અજ્ઞાનભાવને ટાળી સુજ્ઞાનને અને પોતાના સહજ આનંદને ભોગવે છે, પરભાવની ઈચ્છા રહિત છે, તે જ્ઞાની પુરુષને સગુરુ કહેવામાં આવે છે, એ નિર્દોષ લક્ષણ છે. પુણ્ય, પાપ, સંસાર, વિષયાદિમાં મમત્વ નથી, ઈચ્છા નથી, ક્ષોભ નથી, આત્મા રાગવૈષનો કર્તા નથી, હર્ષ-શોકનો ભોક્તા નથી એવું નિર્દોષપણું તે સમદર્શિતા છે. જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિત થયો, સ્વભાવમાં ટક્યો ત્યારે પરભાવ પ્રત્યે રાગરહિતપણું સહેજે થયું. સમદર્શિતા એટલે એમ નથી કે ખોટાને ખોટું ન કહે, પણ સત્ય-અસત્યનો યથાર્થ વિવેક કરે. ખોટાનો નિષેધ કરે, હિત-અહિત બરાબર જાણે અને જેમ છે તેમ કહે તેમાં સમદર્શિતા છે, તેમાં રાગ-દ્વેષ નથી. લોકો અનાદિ કાળથી જ્ઞાનનો વિરોધ કરતા આવ્યા છે; તેઓ ગમે તેમ કહે તેની જ્ઞાનીને પડી નથી. લોકો ઊંધા ન્યાય સાથે સાચા ન્યાયધર્મનો સમન્વય કરે છે તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૬૫ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] ઊંધી દષ્ટિ છે. સાચું અને ખોટું ત્રિકાળમાં એક થઈ શકે નહિ. જેની બુદ્ધિ પક્ષપાતવાળી છે તેના શાસ્ત્રમાં, તેના કથનમાં દોષો હોય જ. પણ જ્ઞાની યથાર્થપણે નિર્બાધ ન્યાયથી વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જાણે છે અને કહે છે. જ્ઞાની બેધડક સત્ય પ્રરૂપણા કરે છે, જગતને ન રુચે તેથી કાંઈ ઊંધી વાત ન કહે. તે, જ્ઞાનીને જ્ઞાની જ કહે અને અજ્ઞાની (દોષવાળા જીવો) ને દોષવાન કહે, કોઈ આત્માની નિંદા ન કરે પણ જેમ છે તેમ કહે, તેમાં કોઈને વિખવાદ થાય તેવું હોય તો કવચિત્ વખત જોઈને મૌન રહે. અસત્ય માન્યતા, કુતર્ક, કુદેવ, કુધર્મ, કુશાસ્ત્રને ખોટાં કહીને નિષેધ કરવા, તે જ્ઞાનીને દોષ નથી. કોઈ કહે છે કે દૃષ્ટિવિષ ગયા પછી બધું ય સરખું દેખાય, એ વાત ખોટી છે. જ્ઞાની સત્યઅસત્ય, ઝેર-અમૃત, પરભાવ-સ્વભાવ અકષાય અને કષાય એને સરખાં ન માને પણ જેવું છે તેવું માને, કહે, અસત્યનો નિષેધ કરે. કુલ્લાની સત્યને નહિ ઓળખવાના કારણે જ્ઞાનનો, સત્યનો નિષેધ કરે છે. જે માર્ગે સંસાર ફળે તે માર્ગે મોક્ષ ન ફળે. જ્ઞાની આત્મધર્મોપદેશક સાચાનું સ્થાપન કરે અને ખોટી માન્યતા તથા ખોટી પ્રરૂપણાનો નિષેધ કરે, તેમાં અલ્પ કષાય દેખાય પણ તેમાં સાચા ન્યાયની પુષ્ટિ છે, તેમને વ્યક્તિનો દ્વેષ નથી, પણ તેઓ વીતરાગસ્વરૂપનું જેમ છે તેમ સ્થાપન કરે છે. અલ્પ કષાય હોવા છતાં નિર્જરા થાય છે અને લોકોત્તર પુણ્ય સહેજે બંધાઈ જાય છે. ખોટા ન્યાયથી કોઈ વસ્તુધર્મ કહેતો હોય તો તેનો ન્યાયપ્રમાણથી નિષેધ કરવા માટે, ધર્માત્મા જ્ઞાની ઉપદેશક હોય કે ગૃહસ્થ હોય તેને કારણવશાત્ સાચો ન્યાય સમજાવતાં વેગ પણ આવી જાય છતાં તેમને અંતરંગમાં કોઈ પ્રત્યે દ્વેષ નથી. નિર્દોષ અને સાચા ધર્મનું સમર્થન કરતાં ધર્માત્મા પાછો ન ઠે. જે સાતમા ગુણસ્થાને તથા ઉપલી ભૂમિકાએ હોય તેને તેવું કાંઈ નથી હોતું. અહીં એમ કહેવું છે કે લોકો બાહ્ય પ્રવૃત્તિના યોગને માત્ર જુએ છે પણ અંતરંગ ગુણોની પરીક્ષા કરતા નથી એટલે સાચા સદગુરુની ઓળખાણ વિના રખડવું થયું છે; કદાચ પોતાની પાત્રતા વિના સત્પરુષ છે એમ ઓધે જાણ્યું તો પણ જ્ઞાની મળ્યાનો પોતાને લાભ ન થયો. કોઈ જીવ સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનની ધર્મસભામાં જઈને કોરો કે કોરો પાછો આવે, બહાર આવીને સાચાનો નકાર કરે અને કહે કે સર્વજ્ઞ આવા હોય નહિ, કારણ કે તેણે જે ધાર્યું હતું એવું એમનામાં ન દેખ્યું. એમ જીવે પોતાની કલ્પનાથી સત્પરુષની તુલના કરી છે. પોતાનામાં યથાર્થ જાણપણું ન હોવાને લીધે સપુરુષનો નકાર કરવાની અજ્ઞાનબુદ્ધિ વિપરીતપણે વર્તે છે; અંતરમાં સનો ઉલ્લાસ-આદર થતો નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અત્રે સગુનાં લક્ષણમાં પ્રથમ લક્ષણ આત્મજ્ઞાનીપણું અને બીજાં લક્ષણ સમદર્શિતા કહેલ છે. ત્રીજાં લક્ષણ પૂર્વકર્મના ઉદય મુજબ યોગનું વર્તવું તથા સહજ સ્વરૂપસ્થિતદશામાં આત્માનું સ્થિત રહેવું અને ચોથું લક્ષણ અપૂર્વ વાણી કહે છે. - અજ્ઞાનીની વાણી કરતાં આત્માના જ્ઞાતા અને અક્રિય, નિર્મળ જ્ઞાનસ્વરૂપમાં રમણ કરનારા જ્ઞાનીની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે; માટે તેને અપૂર્વ કહી છે. અજ્ઞાનીની વાણીમાં પરભાવનું સ્થાપન હોય છે ત્યારે જ્ઞાનીની વાણીમાં અવિરોધ અનેક ન્યાય સહિત સ્યાદ્વાદ (સાપેક્ષપણું ) હોય છે, નિર્દોષપણું હોય છે. શ્રીમદે આ ગાથાનો અર્થ સમજાવતાં એક એવી કડી આપી છે કે સ્વરૂપસ્થિત ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, અપૂવેવાણી પરમશ્રત, સંગુરુ લક્ષણ યોગ્ય. આત્મસ્વરૂપને વિષે તેમની સ્થિતિ છે એટલે રાગાદિમાં વર્તન નથી; વિષય, કષાય, માન, અપમાનથી રહિત છે; માત્ર પૂર્વે ઉત્પન્ન થયેલા એવા કર્મના પ્રયોગથી વિચરે છે; બોલવાની, ચાલવાની, ખાવા-પીવાની પણ ઈચ્છા નથી. અંદરથી પ્રકૃતિના ઉદય સાથે જે વિકલ્પ આવે તેનો વિવેક છે, પૂર્વકર્મ અનુસાર તેમના દેહનું વર્તન થાય છે, પૂર્વકર્મના આવરણની નિર્જરા થવારૂપ સહજ પવિત્ર તેમની જ્ઞાનદશા છે. અત્રે “સ્વરૂપસ્થિતદશા' કહી, તેથી સંપૂર્ણ સ્થિતદશા નથી પણ હજી સાધકસ્વભાવ છે, અર્થાત્ જ્ઞાનદશા કહી છે. ૧૩ મે ગુણસ્થાનકે સર્વજ્ઞ થયા પછી તો આત્માના ગુણને આવરણ કરનાર કોઈ ઘાતી કર્મ નથી છતાં ત્યાં દેહ છે અને વાણીયોગ કદાચ હોય છે પણ અત્રે અંશે અંશે સ્થિરતા કહી છે. વળી આ સદ્ગમાં ચારિત્રદશા છે, તેમાં ઈચ્છારહિતપણું છે અને માન, અપમાન, તૃષ્ણા, પરિગ્રહુ નથી, (અત્રે મુખ્યપણે છઠું ગુણસ્થાનક છે, ચોથી-પાંચમી ભૂમિકામાં સર્વવિરતિપણું નથી એટલે તેમાં મુખ્યપણે ઉપદેશકપણું નથી કહ્યું,) ઈચ્છા નથી તથા પૂર્વ પ્રારબ્ધ ઉદયને ખપાવવા માટે જ માત્ર જેમનું વિચરવું (આહાર, વિહાર) આદિ દેહના યોગ છે. વળી તેમની વાણીમાં અપૂર્વતા કહી છે તેનું કારણ એ છે કે:- પુણ્યના અતિશયવાળો વાણીયોગ જેમને નથી એ સદ્ગ ન કહેવાય એમ નહિ, પણ અહીં તો મુખ્યપણે ઉપદેશક ગુરુનાં લક્ષણ કહ્યાં છે. અહીં એક દાંત છે કે :- શિવભૂતિ મુનિ હતા, તેમની પ્રજ્ઞા ઘણી મંદ હતી છતાં આત્મભાન પૂરેપૂરું હતું. તેમને ગુરુએ ઉપદેશ આપેલો કે “મા તુષ' (કોઈથી સંતોષાવું નહિ) “મા રુષ” (કોઈ પ્રત્યે દ્વેષ કરવો નહિ). ગુરુના એ ઉપદેશનો ભાવ એ હતો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] | [ ૬૭ કે વિકલ્પ પણ ન કરવો એટલે કે શુભાશુભ રાગની વૃત્તિમાં પણ જોડાવું નહિ, પૂર્ણ કૃતકૃત્ય શુદ્ધ અવિકારી સ્વરૂપથી કિંચિત્ ઓછાનું લક્ષ ન કરવું એટલે કે ઉપાધિભાવમાં ન સંતોષાવું–તે તેઓ બરાબર સમજેલા હતા, તેથી અંદરમાં અવિકારી પવિત્ર સહજ આનંદદશા થયેલી છતાં “મા તુષ મા રુષ' એવા બે શબ્દો ગુરુએ આપેલા તે પણ યાદ રહ્યા નહિ. તેમની પાસે વાણીનો યોગ ન હતો, કે જેથી બીજાને આત્માનું અનેકાંત સ્વરૂપ સમજાવી શકે. તેમની પાસે એ જાતની વાણીનો ઉદય ન હતો, છતાં કોઈપણ વિપરીત તત્ત્વ કહે તો તે ન માને, કોઈપણ કર્મસંજોગમાં ક્ષોભ ન પામે, એવી પવિત્ર અને નિઃશંક સ્થિરતા અભિપ્રાયમાં હતી. તેને પણ પુરુષ કહેવાય. એમ ન સમજવું કે સુંદર દેહ, સુંદર વાણી આદિ બહારથી પુણ્યપ્રકૃતિ સારી હોય તો જ જ્ઞાની કહેવાય, જ્ઞાની પાસે એવો યોગ પણ ન હોય. ઘડામાં દીવો પડ્યો હોય તો બીજા તેનો લાભ ન લઈ શકે પણ ગરબાને કાણાં હોય તો પાસે આવનાર દીવાનો લાભ લઈ શકે, તેમ જે સત્પરુષ જ્ઞાનીને વાણીનો યોગ હોય તેના નિમિત્તથી ઘણા આત્માર્થી જીવોને આત્મબોધનો ઉપકાર થાય તે માટે અપૂર્વ વાણીયોગવાળા સદ્ગુરુને લક્ષમાં લઈને અહીં કહેલ છે. વચનનો અતિશય તે પુણ્યયોગ છે. વાણી મધુરી હોય અને ભાષા શૈલી ક્રમબદ્ધ આવે તે પુણ્યપ્રકૃતિનું કારણ છે; તેમાં ઉત્કૃષ્ટ અતિશય જેમની વાણીમાં હોય તે અલૌકિક પુણ્યપ્રભાવ શ્રી તીર્થકર કેવળી ભગવાનને જ હોય. પણ તે પુણ્યનો પ્રભાવ આત્મગુણમાં ન ખતરાય (ગણાય). સિંહ પાસે આવીને બેસે અને પુણ્ય તથા આયુષ્ય ન હોય તો નિર્દોષ સાધુને પણ ફાડી ખાય છે. માટે બહારથી પુણ્ય ઘણાં હોય એ ઉપરથી પરીક્ષા ન થાય પણ ગુણ ઉપરથી પરીક્ષા થાય, પોતાની પ્રજ્ઞાવિશેષથી સ્વપ્રત્યે પ્રભાવ આવ્યો તો તે પુરુષાર્થનું કારણ છે. શ્રીગુરુના બોધને સમજનાર જીવને ઉપકાર થાય ત્યારે નિશ્ચયથી પોતાનો પુરુષાર્થ છે, વચનનો યોગ મળવો એ પૂર્વનું પ્રારબ્ધ છે. જ્ઞાનીનો ઉપકાર માનનાર ઉપચારથી, પોતાના ગુણનું બહુમાન જ્ઞાની ઉપર નિક્ષેપે છે. “ એક હોય ત્રણકાળમાં, પરમારથનો પંથ,” જ્ઞાનીનો હેતુ આત્માને વિરોધ રહિત સમજવાનો છે, પુણ્યથી આત્મગુણ ન ઓળખાય. પૂર્ણ જ્ઞાન થયું નથી અને જ્ઞાનમય દશા વર્તે છે, છતાં બહારથી પુણ્યકર્મનો યોગ કોઈ કોઈ જ્ઞાનીને ન દેખાય તો તે ઉપરથી કોઈ જ્ઞાનીનો અંતરથી પણ અનાદર ન થાય તે લક્ષ રાખવું જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુણ્ય પૂજ્ય નથી પણ ગુણ પૂજ્ય છે, છતાં વાણીને ઉપકારી કહી છે. આત્માનું અનંત સામર્થ્ય સમજાવનાર સદ્ગના વાણીયોગ પાછળ રહેલ ભાવ તે લાયક જીવોને ઉપકારી થાય છે. તે માટે અત્રે વચન અતિશયવાળા સદ્ગનું વર્ણન કર્યું છે. વાણી દ્વારા ગુણનું ભાન થાય છે, તેથી તે ઉપકારમાં નિમિત્ત ઉપર ઉપચાર થાય છે. લાયક જીવો સ્વ-પરના ભેદવિજ્ઞાનથી જેમ છે તેમ વસ્તુસ્વરૂપને સમજે છે. ધર્મદેશના (વાણી) કાને પડવી તે પુણ્યનો યોગ છે. માત્ર તેનાથી લાભ નથી પણ અંતરંગમાં વિચાર કરીને ભાવ સમજવાનો પ્રયત્ન કરે તો તેનાથી લાભ છે. સંસારમાં રળવા (કમાવા) માટેની અથવા ખાવા-પીવાની ઈચ્છા કરતો હોય, તેને બદલે શ્રવણની જિજ્ઞાસા થઈ તો તેમાં નવું પુણ્ય-બંધાય છે, પણ ધર્મ ન થાય. પણ પોતાથી જ પોતાનો ઉપકાર થઈ શકે છે-એમ સમજે, નિર્ણય કરે અને સદ્ગઉપદેશની યથાર્થ વાણી દ્વારા પોતાના ગુણનું ગ્રહણ કરે એટલે કે પ્રસન્નચિત્તથી આત્માની વાત અંતરમાં બેસી જાય અને ધારણા વિના સહેજે અંતરમાં પ્રતીતિની હા આવી જાય તો અપૂર્વ વાણીનો લાભ તે સમજનાર મુમુક્ષુને થાય. વળી પરમકૃત લક્ષણ પાંચમું કહ્યું તેમાં પર્શનો (સાંખ્ય, યોગ, બૌદ્ધ, મીમાંસક, ચાર્વાક અને જૈનદર્શન એ છયે દર્શનો) નું (મતવાદીનું) શું કહેવું છે, તેનાં એકાંત કથનોને જેમ છે તેમ જે જાણે છે, અનેક પક્ષનું હોવાપણું શાથી છે અને શું છે તેની પરીક્ષા વડે તે તે પક્ષોના જે જાણનાર છે, તે પ્રમાણિક ગુરુ છે. પણ માત્ર મુખપાઠ કરીને ઘણી પંડિતાઈ મેળવી હોય, છતાં અવિરોધ ન્યાયની ખબર નથી તથા આત્મતત્વનું અવિરોધપણું યથાર્થપણે જેમ છે તેમ જાણું નથી તે ગુરુ ન કહેવાય. આત્મજ્ઞાન વિના ઘણાં ન્યાયશાસ્ત્રો જાણ્યાં તે વૃથા છે. જગતમાં ભલે ઘણા ધર્મો હોય, બધાની સરખામણી કરનાર હોય પણ જ્ઞાનીને તેનું પ્રયોજન નથી; તે તો સત્ય હોય છે તેને જ પોતાનું માને છે. ઘણા કહે છે કે આપણે જ્ઞાનીની વાત સમજી ન શકીએ, આપણે નિર્ણય ન કરી શકીએ કે શું હશે? આપણે તો જે કરીએ છીએ તે કરો, એમ શંકા-ભ્રમણામાં પડ્યા હોય તે બીજાને શું સમજાવી શકે ? જ્ઞાનીનાં વચનો મુખપાઠ કર્યા હોય છતાં અંતરમાં નિઃસંદેહ ભૂમિકા વિના, સહજ આનંદદશા પ્રગટયા વિના; આત્મધર્મની યથાર્થ પ્રરૂપણા (ઉપદેશ) તે નહિ કહી શકે. પોતે જ શંકાસ્થાનમાં ઊભો હોય છતાં નિઃશંકપણું માને, મનાવે; પણ સ્વભાવના વેદન વિના, આત્મામાં પુરુષાર્થ વિના તે સ્વ-પરનો વિવેક સમજાવી શકે નહિ. પક્ષીને ઊડવાની શક્તિ પાંખમાં છે પણ તે પક્ષી રૂના ઢગલા ઉપર બેસીને ઊડી શકે નહિ કારણ કે જમીન કઠણ જોઈએ. તેમ આત્માની ભૂમિકા નિઃસંદેહ વજ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] [ ૬૯ જેવી ન થઈ હોય તો, પાંખમાં એટલે જ્ઞાન અને સ્થિરતામાં ઊડવાની શક્તિ ખરી પણ વ્યક્ત કરે નહિ ત્યાં સુધી માર્ગના સ્વરૂપને માની શકે નહિ, ને સ્વાધીન પુરુષાર્થ ન ઉપાડી શકે. શ્રુતજ્ઞાનનું વિશેષપણું અને પુણ્યવાન યોગનું અતિશય મહિમાવંતપણે જેને વિષે છે એવા સદ્ગુરુનાં લક્ષણો અહીં કહ્યાં છે. અત્રે આશંકા - વર્તમાન કાળમાં પૂર્ણપણે સ્વરૂપસ્થિત એટલે કે પૂર્ણ પવિત્રદશાવાળા સદ્ગુરુનો યોગ નથી. તેનું સમાધાન :- આ ભરતક્ષેત્રે વર્તમાન કાળમાં કદાચિત્ એમ કહેવું હોય તો તે સંભવે છે કે પૂર્ણ કેવળજ્ઞાનદશા ન હોય, પણ છઠ્ઠી-સાતમા ગુણસ્થાનવર્તી ધર્માત્માનો અભાવ નથી કહ્યો. છઠ્ઠા ગુણસ્થાનકની ભૂમિકાએ વર્તતા એવા અને તે પાંચ લક્ષણોવાળા પુરુષ આ કાળે, આ ક્ષેત્રે હોઈ શકે છે-તેને ઓળખનાર સુપાત્ર જીવ જોઈએ. પ્રશ્ન :- આ ક્ષેત્રે, આ કાળમાં સર્વજ્ઞ પાકે ? (થાય?) ઉત્તર :- પંચ મહાવિદેહ ક્ષેત્રના છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને કોઈ દેવ ત્યાંથી ઊંચકીને આ ભરતક્ષેત્રે મૂકી જાય, અને આ ક્ષેત્રે ક્ષણકશ્રેણી માંડીને ૧૩ મું ગુણસ્થાન પામે, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આકાશ માર્ગે તે વિચરે તે સામાન્ય કેવળી કહેવાય. એવું કોઈ કાળે બને છે, છતાં અનંતવાર એવું પણ બની ગયું છે. શાસ્ત્રમાં જેને સંહરણ કહે છે તે અપવાદ છોડીને પંચમ આરાના આ ક્ષેત્રે જન્મેલા જીવને આ કાળે કેવળજ્ઞાન ન થાય પણ આત્મજ્ઞાન ન હોય એમ નથી કહ્યું. [તા. ૨૯-૯-૩૯] અનંતકાળનો અજાણ્યો માર્ગ સસંગ અને સદ્ગુરુની સેવા વિના મળવો દુર્લભ છે. એ માટે જે સદ્ગમાં આત્મજ્ઞાન, અપૂર્વ વાણી વગેરે લક્ષણો છે એવા સપુરુષ લાયક જીવોને ઉપકારી થાય. અહીં શિષ્ય શંકા કરી છે કે :- શાસ્ત્રમાં કહ્યું છે કે વર્તમાનમાં સ્વરૂપસ્થિત દશા, કેવળજ્ઞાનદશા નથી, એટલે કે મોક્ષપદની પ્રાપ્તિ આ કાળમાં નથી, માટે પુરુષ ન હોઈ શકે તેનું સમાધાન :- વર્તમાનમાં પૂર્ણ મોક્ષ ન હોય તેથી એમ અર્થ નથી કે આ કાળે એકાવતારીપણું ન હોય, વર્તમાનમાં પણ સાધકસ્વભાવે પવિત્ર દશામાં વર્તતા સદ્ગુરુ હોઈ શકે છે. લોકો સવળો પુરુષાર્થ કરતા નથી અને કહે કે કાળલબ્ધિ પાકશે ત્યારે પુરુષાર્થ જાગશે, જ્ઞાનીએ દીઠું હશે તેમ થશે, એમ પુરુષાર્થહીન વાક્યો બોલનારને એમ પણ કહેવાય કે આ કાળમાં પણ મોક્ષ છે, મિથ્યાત્વથી મુકાયો તેને વર્તમાનમાં જ પરમાર્થે મોક્ષ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મા પૂર્ણ પવિત્ર, અવિનાશી, કૃતકૃત્ય છે એવા નિઃસંદેહ અભિપ્રાય સહિત, રાગ હું નહિ એવા જ્ઞાનબળવડે મલિનતા ટાળીને પુરુષાર્થ લાવે અને અંતરમાં એવા ભાન સહિત આત્મલક્ષ થયું તો તે અનંત સંસાર ટાળીને એકાદ ભવે મોક્ષ થવાનું પ્રત્યક્ષ દેખે છે. તેનો ક્ષણે અને પળે મોક્ષ થતો જાય છે. જેમ ગાડા રસ્તે ભાવનગર જવા નીકળ્યા તેમાં રસ્તામાં બળદ થાકયા અને રાત પડી, વચ્ચે ધર્મશાળામાં રાત રોકાવું પડયું તે રોકાવા માટે નહિ પણ અધિક બળ મેળવવા (થાક ઉતારવા) માટે અને તાજા થઈને જલદી ભાવનગર પહોંચવા માટે છે; તેમ આત્મજ્ઞાનમાં રમણ કરતાં કરતાં જરા થાક લાગ્યો તેમાં વચ્ચે એકાદ સ્વર્ગનો ભવ થઈ જાય, તેથી કાંઈ મોક્ષમાર્ગની બહાર નથી. આ કાળે, આ ક્ષેત્રે મોક્ષ નથી, આપણું ધાર્યું નહિ થાય, એવા પુરુષાર્થહીન વાક્યો કેટલાક જીવો કહે છે. અને કહે કે અમે તો અલ્પજ્ઞ પ્રાણી છીએ, ઢાંક્યા કર્મની અમને શું ખબર પડે? કેવળી ભગવાનનું શું કહેવું છે, તેની અમને ખબર ન પડે, પણ અમે તો રાગ-દ્વેષ ઓછો કરવા, વ્રત, તપ આદિ દેહની ક્રિયા, બાહ્ય ચારિત્ર કરીએ અને પુણ્ય વડે મોક્ષ થાય એટલું જાણીએ, કંઈ કરશું તો પામશું. આત્માની વાત આપણને સમજાય નહિ એવું કહેનાર અને માનનાર નિઃસંદેહ ધર્મ કદી પામી શકે નહિ. જ્ઞાનનું યથાર્થપણું પોતામાં છે, પોતે પોતાને ન સમજી શકે ત્યારે કોણ સમજી શકે? નિર્ભય નિઃશંક એવો ચૈતન્યભગવાન જાગતો છે તેથી મૂંઝવણ ન થાય, હું સ્વાધીન છું કે કેમ તે શંકા ન રહે. પુણ્ય, પાપ, રાગ, દ્વેષ અને અંતરંગ કષાય એ શું છે, આત્માનું આકષાયપણું તેનાથી જુદું છે કે નહિ એ આદિ બધી મૂંઝવણ વર્તમાનમાં જ ટાળી શકાય છે; શુદ્ધતા પ્રગટે છે. જેને હૃદયના ઊંડાણમાંથી ભાન વર્તે છે, તે આત્માનું ઐશ્વર્ય મેળવી શકે છે. મતિ અને શ્રુતજ્ઞાન વડે સમ્યજ્ઞાની જીવ, કેવળજ્ઞાની જે ભાવો જાણે છે તે જાતના ભાવનો પોતા વડે પોતાનો નિર્ણય કરી શકે છે અને તેમાં ભૂલ ન પડે, તેને કેવળી ભગવાનને પૂછવા જવું પડતું નથી. કેવળી ભગવાન સર્વભાવ પ્રત્યક્ષ જાણે છે અને મતિ-શ્રુતજ્ઞાની અંશે પ્રત્યક્ષ, પરોક્ષ બેઉ પ્રકારે જાણે છે, કારણ કે પોતાને ક્રમપૂર્વક ઉપયોગ છે; પણ તેના ભાવમાં, સમજણમાં, નિર્ણયમાં ભૂલ ન પડે. લોકોને સંસારનો નિર્ણય કરવો હોય તો નિઃસંદેહ નિર્ણય કરે છે, પણ આત્માના સ્વભાવનો નિર્ણય કરતા નથી છતાં માને કે અમે ધર્મી છીએ. આત્માના પવિત્ર સર્વજ્ઞસ્વભાવમાં શંકા કરે અને સાચું સમજવાની રુચિ ન કરે, તે કદી નિઃસંદેહ થતો નથી. શ્રીમદ્ કહે છે કે : “ જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર જ્યોત.' Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] [૭૧ મતિની નિર્મળતાની જેમ જેમ ઓછાશ તેમ તેમ ભવની શંકા વધતી જાય છે. જેનામાં ભવરહિત થવાની પાત્રતા નથી તેને શંકા થયા કરે છે અને મોહના ઉદયમાં જોડાય છે. સ્વરૂપમાં જે નિઃસંદેહ છે, તેને એકાદ-બે ભવમાં હું મોક્ષ પામવાનો છું એવી પ્રત્યક્ષ સાક્ષી પોતાના અનુભવથી વર્તમાનમાં થઈ શકે છે. અહીં સદ્ગુરુનાં જે જે લક્ષણો કહ્યાં તે વડે સદ્ગુરુને ઓળખી શકવાની પોતાની પાત્રતા જોઈશે. સર્વજ્ઞ-વીતરાગ શું કહે છે તેના ન્યાયની સમજણ વિના કોઈ બાહ્યદૃષ્ટિવાળા કહે છે કે આ પંચમકાળ છે, અત્યારે ધર્મનું પરિણામ (ફળ) ન દેખાય, કારણ કે જૈનશાસ્ત્રમાં વર્તમાન કાળમાં મોક્ષદશા ન થાય એમ કહ્યું છે. આત્મજ્ઞાન ન હોય, માટે આપણે હમણાં આત્મજ્ઞાન ન મેળવવું પણ વ્રત, તપ, ભક્તિ, બ્રહ્મચર્ય વગેરે પુણ્યક્રિયા કરીએ તેનું ફળ બીજા ભવમાં મળશે. આ ભવે કરીએ તો પરભવે પામીએ, એમ ખોટા માર્ગ વડે સાચાની આશા રાખે છે. સરાણિયો (હથિયારને ધાર કાઢનાર) હથિયાર ઘસે અને કાટ ઉખડી ઉજ્જવળતા થાય તે સામું જુએ છે, મારી ભીંસના પ્રમાણમાં તે ઉળું થાય છે એમ તે જાણે છે અને દેખે છે. તેણે તે જાતની કળા પ્રાપ્ત કરી છે. જેમ લોઢાનાં હથિયાર સજનાર જે કાર્ય થાય તે તુરત જાણે છે તેમ અંતરની સાચા જ્ઞાનની કળા વર્તમાનમાં પ્રાપ્ત કરી, તેનું ફળ પ્રત્યક્ષ તુરત જાણી શકાય છે. છતાં તું શંકા કરે છે કે આ કાળે મોક્ષ ન હોય, માટે આત્મજ્ઞાન પણ ન હોય, તો એ વાત જૂઠી છે. આ ક્ષેત્રે જન્મેલાનો આ કાળે મોક્ષ નથી પણ એકાવતારીપણાનો, સમ્યગ્દર્શનનો, જ્ઞાનીપણાનો નિષેધ નથી. એકાવતારીપણું આત્મજ્ઞાન વિના પ્રાપ્ત થાય નહિ. આશંકા :- આત્મજ્ઞાન વિના ત્યાગ-વૈરાગ્યના ઉત્કૃષ્ટપણાથી એકાવતારીપણું કહ્યું હશે ? અથવા આત્માનુભવ વિના કષાયની મંદતા, દયા, બ્રહ્મચર્ય, વ્રત, શીલ, ત્યાગ, વૈરાગ્ય આદિ ઘણા પુરુષાર્થ વડે ઘણી સરળતા, સમતા, વગેરે રાખે તેવા જીવને એકાવતારીપણું કહ્યું હોય તો? આવી શંકાવાળો પોતાના ગજે ભગવાનનું માપ કરે છે કે આત્મજ્ઞાન વિના પણ મંદ કષાયથી મોક્ષ થઈ જતો હોય તો? ઉત્તર :- આત્માના ભાવ વિનાના ત્યાગ-વૈરાગ્ય પરમાર્થ કહેવાય નહિ. તેવી ક્રિયાથી એકાવતારીપણું થાય નહિ, એક ભવ પણ ઓછો થાય નહિ. રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, શુભ-અશુભ, આદિ મલિન પરિણામ મારાં નથી, હું ત્રિકાળ તેનાથી જુદો છું, એનું વર્તમાનમાં પ્રત્યક્ષ ભાન-અનુભવ કર્યા વિના આત્મજ્ઞાનનો અંશ પણ ન જાગે. ક્રોધ, માન, માયા, લોભનો અંશ પણ મારો છે એમ માનવું તે દૃષ્ટિ ઊંધી છે. કુજ્ઞાનનું વીર્ય સવળા પુરુષાર્થમાં કામ કરતું નથી, કારણ કે પુરુષાર્થ ઊંધો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૨ ] [ ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મજ્ઞાન વિના શુભ પરિણામ, ત્યાગ-વૈરાગ્ય બધું યે ભારરૂપ ઉપાધિ છે. આત્મા શુદ્ધ ચિદાનંદ, નિર્મળ છે; પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, તથા બંધન રહિત છે, અતીન્દ્રિય છે, અવિનાશી છેએવા લક્ષે નિર્દોષદૃષ્ટિ વડે અવિરોધ જ્ઞાનની જાગૃતિ દ્વારા રાગ, દ્વેષ, અજ્ઞાનના ભાવો ટાળીને (છેદીને ), આત્માનો અનુભવ કરે તો અકષાયપણું, અસંયોગીપણું, નિર્મળપણું, સાક્ષીપણું પ્રગટ પુરુષાર્થ સહિત વર્તે. શુભાશુભ ક્રિયા અને શુભનો રાગ અંશે પણ મારો નથી અને આદરણીય નથી એવો પુરુષાર્થ અને નિઃસંદેહ નિર્ણય જીવ જ્યારે કરે તેને આગળ ભૂમિકા દેખાય છે. પુણ્યપરિણામ હું કરું છું, રાગ, દ્વેષ હું કરું છું, એ મારા સ્વભાવમાંથી નીકળે છે. એમ માનવું તે મિથ્યાત્વ છે. આ ભ્રાંતિનું કારણ એ છે કે, અંતરંગમાં તેને દર્શનમોહકર્મનો દરેક ક્ષણે ઉદય છે, અને તે નિમિત્તમાં જોડાવાથી તેને ભ્રાંતિ ઊપજે છે. શુભાશુભ ભાવ અને રાગ-દ્વેષની વૃત્તિ થવામાં પુદ્ગળનાં અનંત જડ પરમાણુઓનું-શુભાશુભકર્મનું નિમિત્ત છે, પરભાવરૂપ પુણ્ય-પાપ-રાગાદિની વૃત્તિને છેદવાનો પુરુષાર્થ સ્વસમ્મુખ થવામાં છે. સર્વ પરભાવોથી રહિત હું છું એવા જ્ઞાનબળ વડે પરભાવના નાશનો નિર્ણય કરી, આત્મભાન પામી શકાય છે, સર્વજ્ઞ વીતરાગના અવિરોધ ન્યાય વડે જેમ તત્ત્વ છે તેમ જાણીને આત્મભાન પામી શકાય છે. મનની વિચારણા, કલ્પના કે ધારણાથી નહિ પણ અતીન્દ્રિય જ્ઞાન વડે નિઃશંક સ્વભાવને પમાય છે. કોઈ માને કે અમારા પરિણામ બહુ પવિત્ર છે, અમે નિષ્પાપી છીએ, પણ તેથી શું? એવા શુભ-સરલ પરિણામ તેના થઈ જાય કે જેથી બહારથી ઘણો ઉત્કૃષ્ટ-વૈરાગ્ય દેખાય, મંદ કષાય દેખાય, છતાં તેને દેહદૃષ્ટિ હોવાથી તે રાગમાં અટકે છે તેથી ભવકટી ન થાય, પાપાનુબંધી પુણ્ય બાંધી સંસારમાં રખડે; કારણ કે જે ભાવે સંસાર ફળે તે ભાવે સંસારનો (ભવનો ) અભાવ કેમ થાય? જ્યાં સુધી અંતરમાં ભૂલ ન સમજાય ત્યાં સુધી અભિપ્રાયની ભૂલ સમજાય નહિ, ટળે નહિ. આત્મા ત્રિકાળ જ્ઞાયક, શુદ્ધ, અવિનાશી છે, પુણ્ય-પાપ રહિત છે, મન, વાણી, દેહની ક્રિયા રહિત છે; એમાં રાગાદિ અશાન્તિનો અંશ માત્ર પણ નથી. એવા સ્વસમ્મુખ નિઃશંકભાવ જ્ઞાનબળવડે પ્રગટ કરે તે અંતરવીર્યના સામર્થ્યથી ભવના અભાવનો અપૂર્વ ભાવ છે, તે જેને પ્રગટે છે તેનો સાચો પુરુષાર્થ છે. નિત્યના આશ્રયે જ્ઞાનભાવે નિર્દોષપણે ટકી રહેવાનો જે પુરુષાર્થ કરે અને અકષાયપણાને લક્ષે કષાયની મંદતા અને વૈરાગ્યતા વધારતાં ઉચ્ચ ભૂમિકા તરફ ચડે તે અંતરસ્થિરતામાં આગળ વધે છે. આત્મા આનંદસ્વરૂપ, પુણ્ય-પાપ, રાગ-દ્વેષ રહિત છે, એવું ભાન તો આ કાળમાં પણ થાય છે. તેને ચોથું ગુણસ્થાનક હોય છે. આત્માનું ભાન થયા પછી કષાયની વિશેષ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] [૭૩ મંદતા કરતાં, પુરુષાર્થની અંતરંગ સ્થિરતા થતાં, અંશે ગુણની વૃદ્ધિ થઈ તેને દેશવિરતિ નામનું પાંચમું ગુણસ્થાન કહે છે. છઠે ગુણસ્થાનકે ઘણા ગુણની ઉજ્જવળતા અને સર્વવિરતિપણું એટલે અંતરંગ જ્ઞાનની સ્વરૂપસ્થિરતા ઘણે અંશે થાય છે. ધર્માત્મા મુનિઓમાં મહા સમર્થ, જેમની દશા બહુ પવિત્ર હતી એવા પૂજ્યશ્રી કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય વગેરે છઠ્ઠી–સાતમી ભૂમિકામાં ઝૂલતાં હતા. સમયસારની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે આત્મા ત્રિકાળ જ્ઞાયક એકરૂપ છે, તેમાં પ્રમત્તઅપ્રમત્તના બે ભેદ પડે તેવો આત્મા નથી. એમ કહેનાર મહામુનિવર આચાર્ય મહારાજ આત્મજ્ઞાનની સ્થિરતામાં રહેતા હતા. કવચિત્ પૂર્વકર્મના ઉદયમાં જોડાવાથી અસ્થિર થઈ મંદ રાગમાં જોડાઈ છઠ્ઠા ગુણસ્થાનમાં આવે અને વળી સ્થિર અપ્રમત્ત થતાં સાતમે ગુણસ્થાને જાય એવી પરમ અભુત ચારિત્રદશામાં સ્થિર હોય તે સદ્ગુરુ કહેવાય છે. જ્યારે મુનિ છઠ્ઠ ગુણસ્થાનકે હોય છે ત્યારે નબળાઈના કારણે અલ્પ અસ્થિરતા થઈ જાય છે અને પ્રશસ્ત રાગની વૃત્તિ ઉપજે છે; ગુરુઉપદેશ શ્રવણ કરવો અથવા શિષ્યોને ઉપદેશ આપવો, આહાર-વિહાર આદિ શુભ પ્રવૃત્તિ હોય છે. આવી દશાને પ્રમત્ત ગુણસ્થાન (છઠું) કહે છે. છતાં તે અલ્પ અસ્થિરતા આત્મજ્ઞાનને રોધક નથી અને સ્વરૂપસ્થિરતામાં ખાસ બાધક નથી. કોઈ એકલી કષાયની મંદતા, વૈરાગ્ય અને બાહ્યત્યાગ કરી સાધુપણું માની-મનાવી બેઠા હોય અને આત્માના ભાન વિના ગુરુપણું ધારે તેવા ગુરુને સદ્ગુરુ નથી કહ્યા. આત્મજ્ઞાન વિના બાહ્ય ત્યાગ-વૈરાગ્ય, વાસ્તવિક શુભપરિણામ કે પુણ્ય નથી. આત્મજ્ઞાન વિના તેનું પુણ્ય દોષવાળું અને સંસાર વધારનાર પાપાનુબંધી પુણ્ય હોય છે. અત્રે શિષ્ય કહે છે કે છઠે ગુણસ્થાનકે પ્રમાદ છે અને સ્વરૂપસ્થિતપણું, ઈચ્છારહિતપણું એવું સદ્ગુરુનું પદ કહ્યું; પણ પૂર્ણ સ્વરૂપસ્થિતપદ તો ૧૩ મે ગુણસ્થાનકે જ સંભવે છે? તેનું સમાધાન અહીં કારણો આપી કરવામાં આવે છે. ભાઈ રે! તું ઊભો રહે, તારું કહેવું એક દષ્ટિએ અસંગત છે. સ્વરૂપસ્થિતિની પરાકાષ્ઠા તો ૧૪ મા ગુણસ્થાનકને છેડે હોય છે, કેમકે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મનો ૧૩ મે ગુણસ્થાનકે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આત્મામાં અલ્પ પણ કચાશ છે ત્યાં લગી ૧૩ મું ગુણસ્થાનક છે. તેથી ત્યાં સંપૂર્ણ સ્વરૂપસ્થિતિ નથી પણ સંપૂર્ણ વીતરાગપદ છે, અને મોટુ આદિ ચાર કર્મનો સર્વથા ક્ષય હોય છે. અનંત સુખસ્વરૂપ દશાની અપેક્ષાએ ૧૩ મે ગુણસ્થાનકે પણ સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા કહેવાય. આત્મા જે સ્વરૂપે છે તેની સભ્યશ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર વર્તમાનમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પ્રગટે તે જ ક્ષણે પૂર્ણ સ્વરૂપ ઊઘડી ન જાય, કારણ કે જે સમયે સમ્યજ્ઞાન ઉત્પન્ન થયું તે સમયથી અંશે અંશે કાર્ય અને કારણ અપૂર્વ ઊપજે છે પણ પવિત્ર ઉત્કૃષ્ટ દશા તો ૧૪ મા ગુણસ્થાનકને છેલ્લે સમયે થાય છે. આત્માની કેવળજ્ઞાનદશા પૂર્ણ થવા છતાં વેદનીય આદિ ચાર કર્મ ૧૩ મે ગુણસ્થાને પણ બાકી રહે છે, માટે ભાઈ રે! ૧૩ મે ગુણસ્થાનકે દ્રવ્યમોક્ષ નથી, છતાં પૂર્ણ સ્વરૂપસ્થિતિ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય પ્રગટયાં છે, માટે સર્વજ્ઞ કેવળી જિન ભગવાનને સંપૂર્ણ સ્વરૂપસ્થિરતા પણ અવિરોધપણે અપેક્ષા સમજીને કહેવાય. પ્રથમ ના કહી, પાછળથી હા કહી. કોઈ એકાંત પક્ષ કરે તો તેનું કથન ખોટું ઠરે છે. આત્મા જે શુદ્ધ સ્વરૂપે છે તેનું જ્ઞાન થતાં અંશે સ્વરૂપસ્થિરતા પ્રગટે અને પુરુષાર્થ વધતાં, સ્થિરતા વધતાં મોહકર્મનો સર્વથા અભાવ થતાં અનંત સુખ પ્રગટે; એ રીતે દેહ છતાં પૂર્ણપણે સ્વરૂપસ્થિતદશા ૧૩ મે ગુણસ્થાનકે છે એમ વિરોધ ટાળીને કહ્યું. અહીં શિષ્ય કહ્યું કે :-ગુરુ! અંતરંગ ઘાતિકર્મ તો ટળી ગયાં છે પણ બાહ્ય સંયોગો હજી ઊભા રહ્યા છે. યોગગુણની અશુદ્ધ દશાના કારણે શાતા-અશાતાના એક સમયવર્તી પરમાણુ આવે અને જાય છે માટે અવ્યાબાધ સ્થિતિ ન કહેવાય. માટે તમે ૧૩ મે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિરતા પૂર્ણપણે કહી તે બરાબર નથી પણ ૧૪ મા ગુણસ્થાનકના છેલ્લે સમયે પૂર્ણપણે સ્વરૂપસ્થિરતા કહો. આ શંકાના પેટામાં કેટલીક વિપરીત અજ્ઞાન માન્યતાઓ છે તે કહે છે કેઃ ઘણા જીવો માને છે કે-આત્મજ્ઞાન થયું તે સાથે જ દેહ અને દેહ સાથે રહેલાં કર્મઆવરણો (પૂર્વપ્રારબ્ધ) સર્વથા ટળી જાય; પણ એમ નથી. વળી બીજી માન્યતા છે કે આત્મજ્ઞાન થયું એને રાગ-દ્વેષ, અસ્થિરતા ન હોય; એ માન્યતા પણ ખોટી છે. આત્મા શુદ્ધ નિર્મળ છે એવું ભાન થયું છતાં સાધકદશાની અંશે પવિત્રતા છે, અને બાધકદશાની અલ્પ અસ્થિરતા દેખાય, છતાં અંતરંગ સ્વરૂપને બાધ નથી. અંતરંગ અભિપ્રાયમાંથી મિથ્યા માન્યતાનો, રાગ-દ્વેષ-મોહનો અભાવ (અજ્ઞાન-ભ્રમણાનો અભાવ) થયો છે, અંતરંગમાં ક્ષોભ રહિત છે. આ સાધક સ્વભાવનું સ્વરૂપ સમજવામાં ઘણો ઉંડો ન્યાય સમાઈ જાય છે. તેમાં ઘણો ગંભીર આશય છે. લોકો કાંઈક ઊંડાણમાં વિચાર-મનન કરે, અભ્યાસ કરે તો બધું જેમ છે તેમ યથાર્થ સમજાય હું કેવળ જ્ઞાનમાત્ર છું એટલે પરપણે નથી એવું નિઃસંદેહ ભેદવિજ્ઞાન આત્માને સદાય પરધર્મોથી અસંગ જાણે છે, નિર્દોષ અભિપ્રાય, રાગના સાથ વિનાનું જ્ઞાન, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] [૭૫ અતીન્દ્રિય અનુભવ સહિત પ્રતીતિ, જેને સમ્યગ્દર્શન કહે છે તેવી સુપાત્ર દશા ગૃહસ્થ–વેશમાં પણ હોય છે. સમ્યગ્દર્શન થતાં આત્મસ્વભાવનો અનુભવ પ્રગટપણે છે; એક અંશે શુદ્ધતાનું વિદ્યમાનપણું છે, શક્તિરૂપે પૂર્ણતા હતી; જ્ઞાનના પુરુષાર્થવડે અંશે સ્વરૂપસ્થિરતા થાય છે, છતાં ત્રણ કષાય જેટલો દોષ હોય છે, એટલે પુરુષાર્થ હજી મંદ છે. સમ્યક અભિપ્રાયમાં બાધ નથી; કારણ કે ત્યાં અનંતાનુબંધી કષાય-ક્રોધ, માન, માયા, લોભનો અભાવ કર્યો છે. જે અનંતાનુબંધી કષાય અજ્ઞાનદશામાં, ઊંઘી માન્યતામાં સાથ આપીને સંસારબંધનમાં નિમિત્ત થતો હતો તેનો સાચા જ્ઞાનબળ વડે અભાવ કર્યો છે. હવે બીજો કષાય પાંચમા ગુણસ્થાનકે ટળે છે. વિષય-કષાયની વૃત્તિ આવે તેને જ્ઞાનબળની અધિક સ્થિરતાથી ટાળે છે અને રાગનો ભાગ ટાળીને પુરુષાર્થ વધારે છે તેને પાંચમું ગુણસ્થાનક કહે છે. સ્વાનુભવના બળ વડે છઠે ગુણસ્થાનકે ત્રણ જાતના કષાયોના અભાવપૂર્વક સકલચારિત્રનું પ્રગટપણું છે. અધિક બળવાન દશા પ્રગટપણે હોવાથી ઘડીમાં છઠું ગુણસ્થાનક અને ઘડીમાં સાતમું ગુણસ્થાનક આવે છે. સાતમે જ્ઞાનની અભેદ સ્થિરતા અને છઠે કિંચિત્ પ્રમત્તદશા એટલે અસ્થિરતા વર્તે છે. આવી પ્રમત્તદશા હોય તેને સર્વવિરતિ (મુનિ ) કહેવાય છે, તેથી સ્વરૂપસ્થિતિપણું કહેવામાં વિરોધ નથી. કહેવાનું પ્રયોજન એ છે કે લોકોમાં સ્વચ્છેદ અને સાચી સમજની ગેરહાજરી છે. ભવપાર કરનાર નાવ (હોડી) સમાન સાચો સત્સમાગમ કોને કહેવો? અનંતકાળથી રખડવું પડ્યું તે સત્ પરીક્ષાના અભાવમાં જ. અત્રે શ્રીમદે બહુ ઝીણવટથી સત્પરુષ જ્ઞાનીનું વર્ણન કરતાં કહ્યું અને તેમાં સપુરુષનાં લક્ષણ જાતે લખ્યાં છે કે સ્વરૂપસ્થિત, ઈચ્છા રહિત, કેવળ જ્ઞાયકપણું આત્માનું લક્ષણ છે. ધર્મ અને ધર્મીનું વાસ્તવિકપણું સ્વાધીનપણે પોતાપણે ટકવું તેમાં છે. તેમાં મન, વાણી, દેહની ક્રિયા, પુણ્ય, પાપ આદિ કાંઈ કરવાનું ન આવ્યું, તેમ જ જગતની ભૂગોળ જાણવી, આટલાં શાસ્ત્રો જાણવાં, આટલી ક્રિયા કરવી-એમ પણ ન આવ્યું. પ્રથમ ગાથામાં આવ્યું હતું કે “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત” એટલે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ ન સમજ્યો માટે અનંત દુઃખ પામ્યો; “અને સમજ્યો તે પણ પોતાની પાત્રતાથી, પોતાનો સ્વછંદ છોડીને ગુરુ આજ્ઞાથી પોતે સમજ્યો. એમ શ્રીગુરુનો વિનય કર્યો અત્રે એમ કહેવું છે કે મિથ્યાત્વ ટાળતાં જે આત્મશક્તિનું તિરોભાવપણું હતું તે આવિર્ભાવપણું થયું, એ ચોથી ભૂમિકા કહેવાય છે. તે ભૂમિકામાં રાગ, દ્વેષ, વિષય, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬ ] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ઈચ્છાનો અભાવ થવારૂપ અંશે અંશે સ્થિરતા ( જ્ઞાનની) વધારી, તેને દેશવિરતિ સ્વરૂપાચરણ નામનું પાંચમું ગુણસ્થાનક કહે છે. આત્મા સ્વરૂપે સિદ્ધસમાન છે, અનાદિ-અનંત સ્વતંત્ર જ્ઞાતા છે, બેહદ જ્ઞાનગુણથી પૂર્ણ જ્ઞાનમાત્ર છે, તેમાં પરદ્રવ્યની ક્રિયા, રાગનો અંશમાત્ર નથી. કેવળ જ્ઞાતા છું-એવી જ્યાં પ્રતીતિ કરી ત્યાં જ મિથ્યાત્વનો નાશ થાય છે અને જે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો ઉદય આત્મસ્વરૂપમાં સ્થિરતા થવામાં વિઘ્રરૂપ હતો તેનો અભાવ કર્યો એટલે કે આ અસ્થિરતાનો નાશ કર્યો. જે ભાવે ભવ તૂટે અને જે ભાવે ભવ ન તૂટે તેની સમજણ વિના કોઈ કહે કે ત્યાગ અને વૈરાગ્યની ઉત્કૃષ્ટતાથી એકાવતારીપણું થાય તો તે મિથ્યા છે. જેને ઠીક કરવું છે તેને અઠીકપણું ખસે નહિ તો સાચો ધર્મ હોઈ શકે નહિ. સમ્યક (ઠીકપણું) તેનું નામ કહેવાય કે જે આવ્યું ટળે નહિ. સદ્ગુરુનાં લક્ષણની સાચી પિછાણ વિના અને આત્મજ્ઞાનમાં શી સ્થિતિ છે, સ્વરૂપસ્થિતિ શું છે, સ્વસ્વરૂપ શું છે તેના ભાન વિના આત્મજ્ઞાન હોય નહિ. આત્મજ્ઞાન વિના એકાવતારીપણું હોય નહિ. વળી કોઈ કહે કે અમે ઉત્કૃષ્ટ ત્યાગ, અને વૈરાગ્યથી ધર્મક્રિયા કરીએ છીએ; એનાથી મુક્તિ મળશે, પણ વર્તમાનમાં અપૂર્વ વિવેક જ્ઞાન વિના ગમે તેટલો ત્યાગ, વૈરાગ્ય કરે તો પણ ભવકટી ન થાય એ ચોક્કસ છે. (હવે આગલી વાત કહેવાય છે.) –આત્મજ્ઞાન વિકાસની ચૌદ ભૂમિકા છે. મોહ અને યોગ ટળવાની અપેક્ષાએ ચૌદ પ્રકારની ભૂમિકા કહેવાય છે. તેમાં ચોથે ગુણસ્થાનકે આત્મભાનની પવિત્ર ભૂમિકા અંતરંગમાં પ્રગટે છે; તેનાથી અધિક સ્વરૂપસ્થિતિ પાંચમી ભૂમિકામાં છે, તેનાથી ઉપર છઠ્ઠી, સાતમી ભૂમિકા એ નગ્ન-નિગ્રંથ મુનિપદ કહેવાય છે; ત્યાં સ્વરૂપસ્થિતિ વિશેષ છે. સાતમે ગુણસ્થાનકે વિશેષ હોય ત્યાંથી પ્રમાદવશે અસ્થિરતા થઈ છઠે ગુણસ્થાનકે આવે છે ત્યારે શિષ્યને ઉપદેશ, ધર્મની પ્રભાવના, દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, બાર અનુપ્રેક્ષા (ભાવના), ચાર ભાવના આદિ શુભ વિકલ્પ હોય છે, ઉપદેશમાં ખોટા દેવ, ગુરુ, શાસ્ત્ર જૈનાભાસ વગેરેનો નિષેધ પણ કરે છે, તેમાં દ્વેષ નથી. આહાર-વિહારની વૃત્તિ પણ ઊઠે છે, છતાં આત્મસ્થિરતામાં બાધ નથી. અહીં ઉપદેશકપણું હોય છે એમ કહેવું છે. ચોથે ગુણસ્થાનકે અને તેરમે ગુણસ્થાનકે (જીવનમુક્ત દશામાં) નિઃશંક પ્રતીતિ સમાન છે, છતાં સ્થિરતામાં અને જ્ઞાનની રમણતામાં તારતમ્યતાના ભેદ પડે છે. ચોથે ગુણસ્થાનકે શ્રેણિક જેવા ધર્માત્માની આત્માના બેહદ-અભેદ સામર્થ્યની પ્રતીતિ એવી નિર્મળ છે કે જે જાતની પ્રતીતિ કેવળજ્ઞાની-જીવનમુક્ત પરમાત્માને હોય છે. છતાં પૂર્વભવે આત્મવીર્યનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] [ ૭૭ ઊંધો વળાંક નાખેલો છે, એટલે શીધ્ર પુરુષાર્થ ઉપાડી પૂર્ણ થવાનો કામી એવો ધર્માત્મા આ સંસારના સંયોગોમાં થોડો કાળ રોકાઈ રહે છે. વિષય-ભોગનું નિમિત્ત હોય છે છતાં અભક્ષ્ય આહાર અને અનાચાર ન હોય. તેને અંદરમાં આંતરા વિના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની એવી સભ્યશ્રદ્ધા છે કે હું સિદ્ધ સમાન શુદ્ધ જ છું; એવી દૃઢ પ્રતીતિના જોરથી એક ભવે કેવળજ્ઞાન, પૂર્ણ પવિત્ર દશા પ્રાપ્ત કરી મોક્ષે જઈ શકે છે. એ શ્રેણિક ધર્માત્મા જેવા અનંત જીવો એકાવતારી થઈ ગયા. વર્તમાનમાં પણ ગૃહસ્થવેશમાં હોઈ શકે છે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનદશામાં સ્થિત હતા. દેહની અંતિમ અવસ્થા વખતે તેઓ કહી ગયા છે કે “જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી,' હું સિદ્ધસમાન નિર્દોષ છું,-એવી નિઃશંક દૃષ્ટિનું સમ્યકત્વપણું, પણ અભિપ્રાયનું નિર્ભયપણું, નિર્દોષપણું, નિઃશંકપણું વર્તમાનકાળે પણ હોય છે. સ્વરૂપની પ્રાપ્તિનું અંતરંગમાંથી તેને વેદન ખસે નહિ. અહીં એમ કહ્યું છે કે જો ચોથે ગુણસ્થાનકે સ્વરૂપસ્થિતિ અંશે પણ ન હોય તો મિથ્યાત્વ જવાનું ફળ શું? કંઈ જ નહિ. માટે ભાઈ રે! જો યથાર્થ સ્વરૂપસ્થિતિ અને સમ્યક અભિપ્રાયની નિઃશંકતા ન હોય તો શ્રેણિક આદિને એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય? એક પણ વ્રત, પચ્ચખાણ ન હતું, છતાં આવતા ભવે તીર્થકર ભગવાન થશે. ૮૪000 વર્ષ પુરાં થયે આ ભરતક્ષેત્રમાં જગતગુરુ તીર્થંકરદેવ થશે; સો ઇન્દ્રો તેમની ભક્તિ કરશે; છ મહિના અગાઉ તે તીર્થકરના માતાજીની સ્તુતિ કરવા ઇન્દ્રો સ્વર્ગથી આવશે અને કહેશે કે “ધન્ય માતા! રત્નકૂખધારિણી ! આપની કૂખે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન છ મહિના પછી પધારવાના છે!” અને રત્નોનો વરસાદ વરસે છે-એવો અપૂર્વ મહિમા છે. તે ઉપચારથી આત્માનો મહિમા સમજો એમ કહીએ છીએ. લોકોને આવી અલૌકિક વાત સાંભળીને જરા આશ્ચર્ય લાગે પણ એમ જ છે. પોતાને સંસારનું ઠીક લાગતું હોય તેનો, વર્તમાન જીવનનો આયુષ્યનો નાહક વિચાર કરે પણ આત્માના પરમ અદ્ભુત જ્ઞાનઐશ્વર્ય-સમ્યજ્ઞાનનો અપૂર્વ મહિમા સાંભળ્યો નથી એટલે આત્માનું સામર્થ્ય શું હોઈ શકે, તેના વિચાર આવતા નથી. વર્તમાન આયુષ્ય અને તેના જે જે સંયોગો આવવાના છે તે પૂર્વે ચોક્કસ નિર્ભીત થઈ ગયા છે; છતાં તેમાં બહારથી ઠીક કરવાના વિચારવાળા પૂર્વભવનો ખ્યાલ કરતાં નથી. ગયા કાળના જે ભાવે હું વર્તમાનમાં મનુષ્યઆયુષ્ય લઈને આવ્યો તેનું કારણ, જે જીવો ઢોરપણું જે ભાવે પામ્યા છે તેના કરતાં મારા જુદા ભાવ હતા તે છે, એમ વિચાર નથી કરતો અને હવે પછી હું વર્તમાનમાં કેવું જીવન જીવું છું કે મારું ભવિષ્યનું જીવન કેવું થશે તેનો વિચાર સાચો આવતો નથી. હું અનાદિ-અનંત છું મારું ભલું-ભૂંડું કરનાર હું જ છું તેમાં કોઈનો અધિકાર નથી. શુભરાગથી પણ સુખ મળે તેમ નથી, તેનો સમ્યક વિચાર નથી. વળી પૂર્વે જે ભાવે હું મનુષ્યપણું પામ્યો તે ભાવ પણ જો હું નિર્દોષપણે ટકાવી રાખું તો મનુષ્યપણું પણ મળશે એવો વિચાર પણ કરતો નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પણ વર્તમાન સંસાર સંબંધી જ લક્ષ, રુચિ અને આદર રાખી, અજ્ઞાનભાવે વર્તે છે; તેથી તેને જીવનું નિત્યપણું ભાસતું નથી. અમુક ખાસ ખાસ ગુણો હોય તો જ ફરી મનુષ્યપણું મળે એ વાતની ખબર છતાં અન્યથા આચરણ કરી ભવ ગુમાવે છે એ પણ આશ્ચર્ય છે. આત્મા શું, જ્ઞાન શું, તે શું કરી શકે, શું ન કરી શકે ? તેની કાંઈ ખબર નહિ, તેવા લોકો શ્રેણિક રાજાની વાત સાંભળીને ભડકે છે, અથવા તેના નામની ઓથ લઈ સ્વચ્છંદ સેવે છે. શ્રેણિક રાજા સંસારમાં, રાજ્યમાં, રાજ્યસિંહાસનમાં બેઠા ન હતા, પણ આત્મામાં બેઠા હતા. એવો નિર્દોષભાવ તે શું હશે? તેનો કદી અભ્યાસ, પરિચય કર્યો છે? સાચું સાંભળવાનું મળે તેણે રુચિપૂર્વક ખૂબ ઘૂંટવું-મનન કરવું જોઈએ. આત્મજ્ઞાનની પ્રાતિથી એકાવતારીપણું કેમ પ્રાપ્ત થાય તે વિચારવું. એકાવતારીપણું હોવાનું કારણ પોતાના સ્વરૂપની શ્રદ્ધાનું નિઃશંકપણું હતું શ્રેણિકરાજાને ચારિત્રમાં અસ્થિરતાનો દોષ હતો, છતાં અંતરંગમાં જ્ઞાનની બેહુદ શ્રદ્ધા દેઢતર હતી; નિઃશંક સમ્યક અભિપ્રાયની હયાતી હતી. જે સદ્ગુરુ આત્મજ્ઞાનની સ્થિરતામાં સાતમ-છઠે ગુણસ્થાનકે વર્તે છે, તેમાં છકે ગુણસ્થાનકે ઉપદેશક હોઈ શકે. મુખ્યપણે ઉપદેશકપણું છઠ્ઠા ગુણસ્થાનકવર્તીને હોઈ શકે. આગળ શિષ્ય પ્રશ્ન કર્યો હતો કે એવા સદ્ગુરુ અને ઉપદેશક મુખ્યપણે કયા ગુણસ્થાનકે હોઈ શકે અને સમદર્શિતા શું? એનો ઉપર ખુલાસો થઈ ગયો. બાહ્યદષ્ટિ લોકો સમન્વય કરવામાં સમભાવ માને છે, તે તો મૂઢતા છે. વાસ્તવિક સમભાવ આત્મજ્ઞાન વિના નથી જ. ખોટાને ખોટો મત કહેવો તે વૈષ અને સાચાને સાચો કહેવો તે રાગ એમ નથી. જ્ઞાની સમભાવમાં વર્તે છે, છતાં જેમ છે તેમ જાણે. કહે, બોધે અને ઉપદેશ દ્વારા અસત્ય મત તથા મિથ્યાભાવોનો નિષેધ કરે. ધર્માત્મા અનંતા થઈ ગયા, તેઓ પોતાનું કામ કરી ગયા; અહીં તો ધર્મોપદેશક સાચા ધર્મગુરુના લક્ષણની વ્યાખ્યા કરવી છે. સાચું લક્ષણ તેને કહીએ કે જે નિર્દોષ હોય, અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણ દોષ રહિત હોય. જેમ કે જીવનું લક્ષણ ચેતના. આ ગુણ વડે જીવને બીજા દ્રવ્યભાવોથી જુદો સ્પષ્ટ જાણી શકાય છે. આ લક્ષણ દોષ રહિત છે એમ હવે બતાવવામાં આવે છે – (૧) જીવનું લક્ષણ પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન છે, એમ કહીએ તો અવ્યાતિ દોષ આવે, કારણ કે ઘણા જીવોને અલ્પજ્ઞાન-અપૂર્ણજ્ઞાન છે. (૨) જીવનું લક્ષણ અરૂપી કહીએ તો અતિવ્યાતિ દોષ આવે, કારણ કે અરૂપી બીજાં ચાર જડ દ્રવ્યો પણ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૭૯ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] (૩) જીવનું લક્ષણ જડ કહીએ તો અસંભવ દોષ આવે, કારણ કે જીવનો ચેતનપર્યાય જડ થાય નહિ. એ રીતે શ્રીમદે વિશેષપણે શ્રીગુરુનાં લક્ષણ અત્રે એ કહ્યાં છે કે જે મોક્ષમાર્ગના પ્રકાશક હોય, માર્ગના સાચા ઉપદેશક હોય. મુખ્યપણે ઉપદેશકની ભૂમિકા ૧૩ મું ગુણસ્થાનક છે, એટલે કે સાક્ષાત્ તીર્થકર આદિ કેવળી સર્વજ્ઞ ભગવાન છે. તે જ સર્વગુણસંપન્ન આપ્ત પુરુષ છે, તેમનામાં સંપૂર્ણ સત્પરુષના લક્ષણો છે તેથી નીચેની ભૂમિકા એટલે કે વચ્ચેના ૭ મા ગુણસ્થાનકથી ૧૨ મા સુધી વંધવંદકભાવ કે વિકલ્પ પણ નથી; ત એકપણું એટલે જ્ઞાતા, શેય, જ્ઞાનરૂપ નિજસ્વરૂપનું એકત્વ વર્તે છે, માટે ત્યાં ઉપદેશકપણું નથી, પણ તેની નીચેની ભૂમિકામાં છઠ્ઠા ગુણસ્થાનકવર્તી મુનિ યથાર્થ મોક્ષમાર્ગ ઉપદેશક હોઈ શકે. તેઓ પૂર્વાપર અવિરોધપણે સર્વજ્ઞના ન્યાયને ગુરુપરંપરાથી જાણે છે, તેથી ઉપદેશ આપી શકે છે. અન્ય જીવોને ધર્મ પામવામાં નિમિત્ત છે અને તેમને પ્રધાનપણે માર્ગ ઉપદેશકપણું છે પરમ સતગુરુ શ્રી સર્વજ્ઞ તીર્થંકરદેવ ૧૩ મે ગુણસ્થાનકે વર્તે છે. તેઓ સંપૂર્ણ વીતરાગ અને કેવળજ્ઞાનસંપન્ન પરમાત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપસ્થિત છે. તેવા શ્રી તીર્થકર આદિ વિષે પરમ સદ્ગપણું ઘટે છે. તથાપિ છઠ્ઠી ગુણસ્થાનકે વર્તતા મુનિ સંપૂર્ણ વીતરાગતા અને કેવલપદ-મોક્ષદશાના ઉપદેશક છે અને તે દશા અર્થે જેમની પ્રવર્તના (પુરુષાર્થ) છે. વળી જે પરમ સદ્ગુરુ તીર્થકર આદિ આપ્ત પુરુષના આશય-પરંપરાથી તે દશા પામવાની રીતો જાણે છે તેને પરમશ્રુતપદ ઘટે છે. વળી ઉપર તીર્થકરાદિ કહેવાનું કારણ એ છે કે કોઈ સામાન્ય કેવળી ભગવાનને પણ ઉપદેશકપણાનો યોગ હોય છે. આજ તો ઘણા જીવોને સર્વજ્ઞના ત્રિકાળગોચર જ્ઞાનની શ્રદ્ધામાં પણ ઘણા ગોટા હોય છે. તેને આત્માનું અંદરનું સામર્થ્ય શું હશે તેનો નિર્ણય પણ કરવો નથી. પોતાના સ્વભાવમાં જાણે કાંઈ માલ જ ન હોય અને પરવસ્તુ વડે અથવા પરને જાણવાથી જ્ઞાનની કિંમત હોય ને! એમ લોકો વ્યવહારમાં ખૂબ તણાઈ ગયા છે. એક સમયમાં ત્રણ કાળને જાણે, લોકાલોકને જાણે, એમાં જ કેવળજ્ઞાનનો મહિમા હોય, આત્માનું ઐશ્વર્ય હોય એમ વ્યવહારમાં ખૂબ તણાઈ ગયા છે. તેમને સમજવા માટે નિશ્ચયથી અર્થ કહ્યો છે કે : કેવળ નિજ સ્વભાવનું અખંડ વતે જ્ઞાન, કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. (ભાવમુક્તિ છે.) નિશ્ચયને ઓળખ્યા વિના વ્યવહાર હોય નહિ, નિશ્ચયને ઓળખ્યા વિના વ્યવહાર-ઉપચાર શું તે સમજી શકાય નહિ. સ્વપ૨પ્રકાશક જ્ઞાન, નિશ્ચયજ્ઞાન છે. જ્ઞાનનું એક સમયનું અનંત અને સહજ એવું બેહદ સામર્થ્ય છે કે લોકાલોક સહેજે જણાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૦] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પરને જાણવું એ વ્યવહાર છે, કેમ કે પરમાં તન્મય થઈને જાણતો નથી. અહીં ઉપદેશકપણું મુખ્યપણે છેકે ગુણસ્થાનકે કહ્યું છે, કારણ કે આત્માના પૂર્ણ સ્વભાવને શીધ્ર પ્રગટ કરનાર તો નગ્ન મુનિ-નિગ્રંથ પદ છે, આત્મગુણના ઘાતક દર્શનમોહ સહિત ત્રણ કષાયનો જેને અભાવ છે એવા ધર્માત્મા જ્ઞાનીને સર્વવિરતિપણું છે. મુનિદશામાં સ્વસમ્મુખતારૂપ પુરુષાર્થનું જોર વધારીને વીતરાગભાવ એટલી હદે પહોંચ્યો હોય છે કે પરિગ્રહ એક દેહમાત્ર જ હોય છે, તેથી દેહને વસ્ત્રથી ઢાંકવા જેટલો પણ રાગ મુનિને હોતો નથી. તેઓ જ જૈન મુનિ છે. આયુષ્ય પૂર્ણ થયા વિના દેહ છૂટતો નથી, પણ રાગનો મુખ્ય ભાગ ટળી જતાં રાગનું નિમિત્ત-વસ્ત્રનો તાણાવાણો સાધુ પાસે હોય નહિ એવો ત્રિકાળ સનાતન નિગ્રંથમાર્ગ હોય છે. વર્તમાન પંચમહાવિદેહ ક્ષેત્રમાં એવા સંતમુનિ ધર્માત્માના સમૂઠ જૂથના જૂથ છે. વર્તમાન પંચમહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સર્વજ્ઞદેવ તીર્થંકર ભગવાન શ્રી સીમંધર પ્રભુ બિરાજે છે; ત્યાં ત્રિકાળ એક જ નિગ્રંથ મુનિમાર્ગ છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને વર્તે એવા મુનિ સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યદશાના ઉપાસક છે; તે દશા અર્થે તેમનો પુરુષાર્થ છે. વીતરાગદશાને સંપૂર્ણપણે જોકે પામ્યા નથી, તથાપિ તે સંપૂર્ણ વિતરાગદશા પામવાના છે. શ્રી તીર્થંકરાદિ (સાતિશય કેવળી ભગવાન જેમને વાણીયોગ ઉપદેશકપણું ઉદયમાન હોય તે પણ) આસ પુરુષ છે. તેમને આહાર, નિદ્રા આદિ અઢાર દોષ નથી; એવા પરમ પુરુષની સાચી ઓળખથી જેણે આત્મધર્મ જાણ્યો છે, પ્રતીતિ કરી છે, આત્મામય અનુભવદશા વર્તે છે અને એ માર્ગની ઉપાસનાએ જેમની તે સાધકદશા ઉત્તરોત્તર અધિક અધિક પ્રગટ થતી જાય છે, એવા મુનિ છઠે ગુણસ્થાનકે અને ઘડીમાં સાતમે ગુણસ્થાનકે તીવ્ર જ્ઞાનદશાની એકાગ્રતામાં, સહજજ્ઞાનની રમણતામાં ઝૂલે છે. હું પૂર્ણ સિદ્ધ ભગવાન જેવો જ છું-એવી અંતરમાં તેમને પ્રતીતિ હોય છે. શુદ્ધ આત્માની જાતને જાણે છે અને સ્વરૂપસ્થિતદશાની ઉપાસનાથી જેમની તે પવિત્ર દશા ક્રમે ક્રમે વિશેષપણે સાધ્ય થતી જાય છે, એવા છઠ્ઠા ગુણસ્થાનકવર્તી મુનિ, આચાર્ય, ઉપાધ્યાય વગેરે આત્મધર્મના ઉપદેશક હોય છે. તેમના નિમિત્તથી-તે સદ્ગુરુના આશ્રયથી જિનેશ્વર તીર્થકર તથા કેવળીજિન પરમગુરુની તથા તેમના શુદ્ધ આત્મસ્વરૂપની ઓળખાણ થાય છે. ગુરૂગમે પોતાને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન જેમના નિમિત્તથી થાય છે, તે સગુરુને વિષે પણ મોક્ષમાર્ગનું ઉપદેશકપણું અવિરોધરૂપ છે; કેમકે તેઓ વિરતિ મુનિ છે. અને નીચેના પાંચમા-ચોથા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરીને ન ઘટે. પ્રસંગોપાત ઉપદેશ આપે પણ ત્યાં ગૃહસ્થપણું હોવાથી બાહ્ય અવિરતિનો પ્રસંગ છે તેથી ત્યાં નિગ્રંથમાર્ગ ઉપદેશવો, તેમાં લોકોને અપ્રતીતિ રહેવાનો સંભવ છે. અહીં અનેકાંતપણું ન છોડયું, કારણ કે જેમ છે તેમ કહેવું છે. ચોથા પાંચમા ગુણસ્થાનવર્તી ધર્મોપદેશ ન દઈ શકે એમ નથી કહ્યું પણ બાહ્ય વ્યવહારમાં, લોકમાં વિરોધ ન થાય તે માટે વિવેક કહ્યો છે. પણ જેને આત્મધર્મની પ્રતીતિ હોય, માત્ર શબ્દજ્ઞાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૮૧ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] હોય કે વેશધારીપણું હોય તેવા ઉપદેશક બીજાને પરમાર્થલાભનું નિમિત્ત ન થાય. જ્યાં આત્માનુભવદશા, ચોથું ગુણસ્થાનક, સમ્યગ્દર્શન પણ નથી, ત્યાં સાચી સમજણ પણ નથી, સમ્ય વિરતિપણું નથી; છતાં ધર્મીપણું માનવું, ધર્મનો ઉપદેશ આપવો તે પ્રગટ કુગુરુપણું છે; તે મહામિથ્યાત્વ છે. કોઈ માને કે શ્રીમદે નિંદા કરી છે, પણ તેમણે નિંદા નથી કરી પણ સાચા માર્ગની પ્રભાવના કરી છે. સાચું કહેવું તે નિંદા ન કહેવાય પણ સત્ય માર્ગની દઢતા અને પ્રભાવનાનું જોર છે. સમ્યગ્દષ્ટિ ખોટી દષ્ટિવાળાનો બરાબર નિષેધ કરે તે જ તેની ખરી પ્રમાણિકતા છે. વ્યક્તિનો નિષેધ નથી પણ ખોટી માન્યતાનો નિષેધ છે. ધર્માત્મા ખોટાનો નિષેધ કરે છે, છતાં તેને સમ્યક સમભાવ વર્તે છે. આગળ આવશે કે : “મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટયો ન મહો, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ.” આત્મજ્ઞાન થયા વિના જ્ઞાનની વાતો કરવી અને બીજાને મનાવવું કે અમે ધર્મી છીએ, અમે ચારિત્રવાળા છીએ તે ઉપદેશકપણું ઊંધું છે. વળી શ્રીમદ્ એક પત્રમાં લખે છે કે -જે ગુણ પોતાના વિષે નથી તે ગુણ પોતાના વિષે છે એમ જે માને છે-મનાવે છે તે જીવ ક્ષણમાત્રમાં ભાવવૃદ્ધિ કરે છે; પોતે પોતાને ઠગે છે. જે જીવ પોતાનો સ્વછંદ ન છોડે અને કહે કે હું જાણું છું, અને ઊંધી દૃષ્ટિ, ઊંધી માન્યતામાં મિથ્થા સંતોષ માનીને બેસી જાય, તેને કોઈ પણ કાળે સાચું સમજવાનો વખત આવતો નથી. રખડવામાંથી બહાર નીકળવાનો આરો નથી. તે ભલે ગમે તેવી લૌકિક નીતિ પાળતો હોય, પાંચ મહાવ્રત પાળતો હોય અને હજારો શાસ્ત્રોનો મોટો જાણકાર હોય પણ ભૂલ ક્યાં થાય છે તે ન પકડી શકે ત્યાં લગી તેનું રખડવું ઊભું છે. માટે શ્રીમદ સત્સમાગમ, સદ્ગુરુની સાચી ઓળખાણ અને એનો આશ્રય કરવા કહ્યું છે. પોતાના ડહાપણથી અનાદિકાળમાં બધુંએ અનંતવાર કરી ચૂક્યો છે, છતાં સન્માર્ગ સમજ્યો નહિ. પણ જો સાચો માર્ગ સમજવા માગે, સાચો પ્રેમ લાવે, ખોટો અભિપ્રાય છોડીને પોતાનું યથાર્થપણું સમજવા માગે તો તે સહજ છે. [ તા. ૧-૧૦-૩૯] આ આત્મસિદ્ધિશાસ્ત્ર છે, તે આત્મસ્વરૂપની સાચા સુખની પ્રાપ્તિ કેમ થાય તે વિષે કહે છે આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપ સમજાય તો સુખની પ્રાપ્તિ થાય. આવ્યું ન જાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ ] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા એવું સુખ સાચા ઉપાયથી પ્રાપ્ત થાય છે. આત્મા નિત્ય જ્ઞાનાનંદસ્વરૂપ હોવા છતાં તેની વર્તમાન દશામાં બંધ-મોક્ષ શી રીતે છે તે જણાવનાર છ પદથી સિદ્ધ આત્મપદ જણાવ્યું છે. તેનો ઉપાય કરતાં સાધ્યની સિદ્ધિ થાય છે. જેને રોગ થયો હોય તે તેના ચિકિત્સક કુશળ વૈદ્યની પાસે જાય છે, પણ આ જ વૈદ્ય પ્રમાણિક છે એમ નિર્ણય પોતાને કરવાનો હોય છે. વૈદ્યની પરીક્ષા કરીને શ્રદ્ધા કરે છે, પણ ધર્મમાં કાંઈ પરીક્ષા કરતો નથી તે કેવી મૂર્ખાઈ ! કસ્તુરી જેને જોઈએ છે તે જીવ શાકભાજીના બજારમાં જાય, અને તેને સોંઘી વસ્તુથી કોઈ લાભ બતાવે અથવા ગાંજો કે દારૂનો અમલ બતાવે તો તેથી તેને કસ્તુરી ન મળે. પોતાને પરીક્ષા નથી એટલે અનાદિની જે ભૂલવાળી ઊંધી માન્યતા છે, તેને અનુકૂળ કરાવનારા મળે છે, તેમાં શંકા વિના આંધળો વિશ્વાસ કરે છે, પણ ખબર નથી કે હું જ મારી ભૂલથી ગાંડો થયો છું. પોતે પોતાની ઊંધી માન્યતામાં આનંદ માને છે, કસ્તુરીનો ગુણ ક્યાં અને દારૂનો ગુણ ક્યાં? મોહભાવમાં રક્ત-ઘેનમાં પડેલો મનુષ્ય, માતા, બેન, દીકરીનો વિવેક (ઓળખ) પણ ભૂલે, એમ અજ્ઞાની જીવ સાચી વસ્તુ ભૂલીને પુણ્ય અને રાગની રુચિ વડે જડભાવનો કર્તા થાય છે, તેને પરાણે કોણ સમજાવે? વૈદ્યની ઓળખાણ કરનાર બધી દુકાનો છોડીને, જે વૈદ્ય પ્રમાણિક છે તેની જ દુકાને જઈને ઊભો રહે છે અને તેની સલાહ લે છે. એમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જે સમજણની જરૂર છે તે માટે સદ્ગની ઓળખાણ (પ્રતીતિ ) અને તેમના આશ્રયની જરૂર પડે છે. આમાં પરાધીનતા નથી, પણ પાત્રતા, સ્વાધીનતા છે. સમજણ કરવી તે પોતાના જ્ઞાનની સમજણ છે; તેમાં એમ ન કહ્યું કે અમુક વેશ, અમુક વ્રત, ચારિત્ર, ક્રિયા ન કર્યા તેથી ન સમજ્યો. પોતાના સ્વરૂપની સમજણ જેમ છે તેમ ન કરીએ એ માટે કહ્યું કે સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; પામે તે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ.” એમાં એક વાત એ કહી કે સદ્ગુરુનો આશ્રય કરવો, કારણ કે આત્મા આત્માથી જણાય. જેની પાસે લક્ષ્મી છે તે ધનવાનને ઓળખીને તેની સેવા કરે, તો ધનની પ્રાપ્તિ થાય. એ દષ્ટાંતે જે સત્પરુષ પાસે આત્મલક્ષ્મી છે તેના આશ્રયથી જ અજ્ઞાનનો નાશ થઈ આત્મજ્ઞાન પ્રગટે. અહીં એમ કહેવું છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કોણ કરાવી શકે અને કોણ પ્રાપ્ત કરી શકે? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૮૩ તેના જવાબમાં એમ કહ્યું કે :- જે કોઈ યથાર્થ અવિરોધી જ્ઞાની હોય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે. તેની પાસેથી (ગુરુઆજ્ઞાથી ) જીવ આત્મતત્ત્વ એટલે દ્રવ્ય, ગુણ, પર્યાય જેમ છે તેમ જાણી, પોતાનો આનંદ (જે શક્તિરૂપે છે તેમાંથી ) પોતાના બળ (પુરુષાર્થ ) થી પ્રગટાવે છે. મોક્ષમાર્ગનો ઉપદેશક કોણ હોઈ શકે, તે વિષે આગળ કહેવાયું છે. અત્રે એમ કહેવું છે કે ચોથું ગુણસ્થાનક એટલે આત્મજ્ઞાનદશા વિના તો ઉપદેશકપણું ઘટે જ નહિ. આત્માની અવિરોધ શ્રદ્ધા જ્ઞાન વિના કોઈ ધર્મોપદેશક થઈને જગતને આત્માનો ઉપદેશ આપે તો પોતે જ પોતાનું અહિત ક૨ના૨ છે અને અન્ય આત્માને અહિત થવામાં નિમિત્ત થાય છે શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ શું, સાધકપણું શું, જ્ઞાનદશામાં નિર્દોષતા શું તેના ભાન વિના આત્મધર્મના ઉપદેશની પ્રરૂપણા કરવી તે પ્રત્યક્ષ કુગુરુપણું છે. ઘણા જીવો આત્માના નામે કંઈ કંઈ ખોટી શ્રદ્ધામાં સંતોષ માની બેઠા હોય છે મનના જોગની સમતાથી આત્મધર્મ માની બેઠા હોય છે. સાધારણ મનની સ્થિરતા થઈ કે પોતાને માર્ગની પ્રાપ્તિ થઈ છે, એમ માની બેસે અને ઉન્માર્ગમાંઅજ્ઞાનમાં રોકાઈ રહે છે. કંઈ બહારના સ્ત્રી-કુટુંબ આદિ પરિગ્રહનો ત્યાગ કર્યો, બ્રહ્મચર્ય પાળ્યું, ત્યાગ, વૈરાગ્ય ઉત્કૃષ્ટ રાખ્યો અથવા પોતાની માન્યતા મુજબ ત્યાગ, વૈરાગ્ય, બ્રહ્મચર્યની ઉત્કૃષ્ટતા રાખે છતાં આત્મજ્ઞાનની દિશા, સાચા માર્ગના અંશનું પણ ભાન હોઈ શકે નહિ. પોતાના સ્વચ્છંદે જ્ઞાનીપણું માની બેઠો હોય, તે વર્તમાનમાં કોઈ પ્રત્યક્ષ જ્ઞાની હોય છતાં તેને ઓળખી ન શકે, અને ઊંડાણમાં ઉપેક્ષાબુદ્ધિ રાખે, તે અજાણતાં પણ પોતાના આત્માની અનંતી આશાતના કરી રહ્યો હોય છે, કારણ કે તે નિશ્ચયથી સદ્ગુરુ-દેવ-ધર્મનો અનાદર ક૨ના૨ છે. જ્ઞાની સદ્ગુરુની જેને ઓળખાણ નથી તેને પોતાનું અધિકપણું ભાસે છે. અનેક પ્રકારના સ્વચ્છંદને સ્થિરતા માને છે, પણ શુદ્ધ આત્માની સ્થિરતારૂપ સમ્યક્ વિરતિરૂપ પચ્ચખાણ કોને કહેવાય તેની સદ્ગુરુના આશ્રય વિના ગમ પડે નહિ. જેણે પહેલું અને પછી (શરૂઆત અને પૂર્ણ) જાણ્યું નથી તે મધ્યમ ક્યાંથી જાણશે ? બાધકપણું, સાધકપણું અને સિદ્ધપણું–એમ સાધક-બાધકપણું અને આત્માની પૂર્ણ પવિત્રદશા જે સિદ્ધપણું તેની જેને ખબર નથી તેને એકેય ભૂમિકાનું ભાન નથી. પૂર્ણ સ્વરૂપ શું છે, તેને કેમ પહોંચી શકાય, તે પૂર્ણ સ્વરૂપ સ્વતંત્ર અને કેવું છે, કેવડું છે, તેનાં શ્રદ્ધા, જ્ઞાન, વિવેક વિના તે અંધ જશે ક્યાં? વળી જે પોતાની કલ્પના વડે માર્ગ નક્કી કરે છે, તે સાચાં નિમિત્તનો સત્પુરુષનો, અનંતજ્ઞાનીનો ઉપેક્ષક છે, તેનો અનાદર કરે છે. વળી શાસ્ત્રમાં કહેલાં વ્રત, તપ, સમિતિ આદિની ક્રિયા કરતો હોય પણ જો નિમિત્તની, બહારની, શુભરાગની તથા દેહની ક્રિયાનો કર્તા થતો હોય તો તે જડ જેવો Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૪] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે. આત્મા પરનો અકર્તા અને સ્વનો જ્ઞાતા શું છે, કેમ છે, કેવડો છે તેના ભાન વિના તે ચોક્કસપણે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય અને અબ્રહ્મ સેવી રહ્યો છે, કદી પુણ્ય બાંધે છે તો તેની સાથે મિથ્યાત્વમોહ અને અનંતાનુબંધી કષાયનો બંધ કરે જ છે. પરંતુ લેવું, મૂકવું, મન, વાણી, દેહાદિની ક્રિયા પોતાની નથી છતાં તેનો તે ધણી અને કર્તા થાય છે. ધર્માત્માના હાથે જેવી ધર્મપ્રભાવના થાય, વિનય વિવેક થાય તેવું અજ્ઞાની ધનવાન હોય છતાં તેને હાથે ન થાય, અજ્ઞાની જે કાંઈ કરે તે અજ્ઞાનની પુષ્ટિ માટે છે, તેથી તે પાપાનુબંધી પુણ્ય બાંધે છે. આત્માનું ભાન જેને વર્તે છે તેનું નિમિત્ત આત્માર્થીને હિતકર થઈ શકે છે. અહીં આત્મજ્ઞાનને લક્ષીને વાત છે. ચોથા-પાંચમાં ગુણસ્થાનકે આત્મજ્ઞાનદશા છે, છતાં આત્માની સ્વરૂપસ્થિતિ અંશે અંશે વર્તે છે, પાંચમે ગુણસ્થાનકે અધિક વિરતિ છે, તથાપિ સર્વવિરતિ જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. હવે આત્મજ્ઞાન, સમદર્શિતા વિષે કહે છે. સ્વરૂપસ્થિતિ, શુદ્ધ આત્મજ્ઞાન સ્થિતિ અને સમદર્શિતા આદિ જે લક્ષણો બતાવ્યાં, તે સાધક ભૂમિકામાં કહેવાય છે. અહીં જે છઠ્ઠા ગુણસ્થાનકવર્તી મુનિ સર્વવિરતિ કહ્યા તેમનું બાહ્ય-અત્યંતર વિરતિપણું, સ્વરૂપનું સાધન અંતરસ્વરૂપથી છે અને અનંતજ્ઞાની સર્વજ્ઞનું અંતરંગ સ્વરૂપ જાણીને તે માર્ગે વર્તે છે. બાહ્ય ક્રિયાથી મનની સ્થિરતા કરવાનું તેમને લક્ષ હોતું નથી. લોકો માત્ર બહારથી દેખે છે, પણ જ્ઞાની તો અંતરંગ જ્ઞાનની રમણતા, સર્વજ્ઞસ્વરૂપની શ્રદ્ધા અને ઉપર કહ્યા તે સર્વજ્ઞના જ્ઞાનની જાતનો અતીન્દ્રિય આનંદ અનુભવે છે. લોકો કહે છે કે આપણે પણ સ્થિરતા કરી શકીએ, પણ આત્માની ઓળખાણ વિના મનની સ્થિરતા વડે ધ્યાન કરે તેવી સ્થિરતા નથી, આત્માને ગુણ નથી. આ લીંબડાનો થાંભલો સ્થિર દેખાય છે તેને કોઈ વિકલ્પ કે વિકાર જણાતો નથી. કોઈ પોતાને સત્યવાદી માને, બ્રહ્મચારી માને, ચારિત્રવાન માને પણ તેથી આત્માને શું? કોઈ કહે કે હું ઇન્દ્રાણીથી ન ડગ્યો; પણ જેમ લાખ ઇન્દ્રાણી કૂદે છતાં આ લાકડું હલતું નથી, તેમ આત્માની જાત શું, નિર્દોષ જ્ઞાનદશા શું, સમ્યગ્દર્શન શું; એ અંતરદન વિના મનના જોગની સમતામાં, હઠયોગમાં રોકાએલા અજ્ઞાની જીવો ગમે તેવી સમતા માને, સમભાવ, વૈરાગ્ય રાખે, બ્રહ્મચર્ય, સત્ય, નીતિ પાળે, છતાં તે જડભાવમાં જડ જેવો બેઠો છે. અનંતકાળ એવું કરે ને પુણ્ય બાંધે તોપણ આત્માને લાભ ન થાય. હા, પાપાનુબંધી પુણ્ય બાંધે, ત્યાંથી દેવ થાય, ત્યાંથી ઢોર થાય, ત્યાંથી બગલો થઈ માછલાં ખાય અને નિગોદમાં જાય. અહીં પવિત્ર વીતરાગદશાસાધક સંયતિ ધર્મસ્થિતને મુખ્યપણે ઉપદેશકપણું કહ્યું છે. સં=સમ્યક પ્રકારે અને યતિ યત્ના, જયણા; સંયતિ પવિત્ર જ્ઞાનની જયણા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] [ ૮૫ સાવધાનીમાં વર્તે તે સંયતિ છે. સંયતિ શુદ્ધ આત્મસ્વરૂપની સ્થિરતામાં, સહજ દશામાં વર્તે છે. બહારની વૃત્તિ શુભ જોગની થઈ આવે તેમાં આહાર, ઉપદેશ આદિની વૃત્તિ થાય છે, છતાં અંતરસ્થિરતામાં બાધ નથી. એવા મુનિ આત્મસ્વરૂપની ઉત્કૃષ્ટ સાધકદશાએ વર્તે છે, માટે તેમને આત્મજ્ઞાન અને સમદર્શિતા વર્તે છે. જેથી એ ઉપદેશક હોઈ શકે. છઠે ગુણસ્થાનકેથી કોઈ પડી જાય તે પણ ઉપદેશકને લાયક નથી, એમ પણ કહ્યું કારણ કે ઊંધી દષ્ટિ થયે તત્ત્વનું ભાન રહે નહિ, સાધક મુનિ છઠે –સાતમે ગુણસ્થાનકે વર્તે છે, હજી છઠે ગુણસ્થાનકે પૂર્ણપણે સમદર્શિતા નથી. સર્વોત્કૃષ્ટ વીતરાગદશા, કૈવલ્યસંપન્ન સર્વજ્ઞ ભગવાનપણું ૧૩ મે ગુણસ્થાનકે હોય છે. તે સંયોગી કેવળી જિનેશ્વર કહેવાય છે, તેમને વાણીયોગ વર્તે છે. વળી તેમને પરમ સદગુરુદેવ કહ્યા છે; એટલે આત્માની ઉત્કૃષ્ટ શક્તિનો પૂર્ણપણે વિકાસ થયો છે, એવા જીવનમુક્ત છે. પૂર્ણ વીતરાગ થયા છે. વળી અર્વત છે, જેમણે જાતે પુરુષાર્થથી સમસ્ત રાગવૈષનો નાશ કર્યો છે. વળી તીર્થકર નામકર્મની પુણ્યપ્રકૃતિ છે એટલે તેના નિમિત્તથી જગતના અનેક લાયક જીવો આત્મધર્મને પામે છે. પોતે ભેદજ્ઞાનથી પામે તો જ બીજાને નિમિત્ત કહેવાય. વાણીધર્મ પરમગુરુ કહ્યા છે, કારણ કે ધર્મના ઉપદેશક છે. વળી તેઓને વિષે સંપૂર્ણ સમદર્શિતા અર્થાત્ ઈચ્છારહિતપણું વર્તે છે, તે તેમની વીતરાગચારિત્રદશા છે. તે અપાયાગમાતિશય સૂચવ્યો છે એટલે અનર્થરૂપ રાગ-દ્વેષનો નાશ કર્યો છે. વળી સંપૂર્ણપણે ઈચ્છારહિત હોવાથી વિચરવા આદિની ક્રિયા, વચનકાયયોગની ક્રિયા પૂર્વ પ્રારબ્ધ વેદી લેવા પૂરતી જ છે, દેહાયુષ્ય પૂરતી જ છે. માટે “વિચરે ઉદય પ્રયોગ” કહ્યું છે. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ છે અને એકાંત આત્મહિતની બોધક છે. દેવ-ગુરુ-ધર્મ વીતરાગ છે, શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ સર્વજ્ઞ પદ છે તે પૂર્ણતાને સાધનાર સાધકપણાની ઓળખ વિના વ્યવહારધર્મની પણ સત્ય શ્રદ્ધા નથી. સર્વજ્ઞ ભગવાન તીર્થકરની વાણીમાં અપૂર્વ અતિશયપણું છે. એકાંત આત્માર્થબોધક છે. (એકાંત એટલે એકલું આત્મહિત થાય, સંસારનો અભાવ થાય) તે ભગવાનનો વચનઅતિશય છે આમાં વીતરાગનો મહિમા બતાવવો છે. શ્રીગુરુનું એક લક્ષણ “પરમશ્રુત કહ્યું કેવળજ્ઞાનીને શ્રુતજ્ઞાન નથી છતાં અહીં ઉપચારથી પરમશ્રુતપણું કહ્યું છે. તેઓની વાણીને પરમશ્રત એટલા માટે કહી કે સાંભળનાર લાયક જીવને ભાવશ્રુતજ્ઞાનદશા થવાનું નિમિત્ત થાય છે. ભગવાનની વાણી કેવી છે? કોઈ પણ નય, અપેક્ષા ન દુભાય એવી અવિરોધ ન્યાયગર્ભિત તે વાણી છે. એ વાણીને જિનાગમ-શાસ્ત્ર કહે છે. એ જોજનમાં ધર્મસભા હોય છે. તેમાં કદી અનંત જીવો ધર્મ સાંભળવા આવે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ ] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તો પણ સમાઈ જાય એવો પુણ્યનો અતિશય છે, અને એવો ઉત્કૃષ્ટ પરમ પ્રભાવક વાણીયોગ છે કે અનંતા જીવો તૈયાર થઈને જો આવે તો બધા જીવો આત્માનો અપૂર્વ ધર્મ પામી જાય, કારણ કે તેમનામાં પૂર્ણ પવિત્ર બેહદ જ્ઞાનશક્તિ પ્રગટ વર્તે છે. પૂર્વે ભાવના ભાવી હતી કે સર્વ જીવોને ધર્મ પમાડું, હું વૃદ્ધિને પામું એટલે મારો આત્મા શીધ્ર પૂર્ણતાને (શુદ્ધ દશાને) પામો. એમાં બેહદપણું, અમર્યાદિતપણું ઈચ્છયું હતું, એટલે સર્વ જીવો ધર્મ પામી શકે એવો અભુત વાણીયોગ હોય છે તેમનો પરમૠતયોગ અનેક લાયક જીવોને પરમ હિતકારી છે. એવું પરમશ્રુત જેમના વિશે વર્તે છે, તે પૂજવા યોગ્ય હોઈ તેમનો પૂજા-અતિશય જણાવ્યો છે અને આ શ્રી જિન અરિહંત તીર્થકર પરમ સદ્ગુરુને પણ ઓળખનારા પ્રત્યક્ષ વિદ્યમાન ( હયાત) સર્વવિરતિ સદ્ગ છે, એટલે એ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે વર્તતા સદ્ગુરુના લક્ષે એ ગુણો અને આત્મધર્મ-ઉપદેશકપણું મુખ્યતાથી આ ૧૦ મી ગાથામાં જણાવ્યું છે સમદર્શિતા એ ચારિત્રગુણ–વીતરાગતાનું વર્ણન કર્યું છે. આત્મા મન, વાણી, દેહ આદિનો સ્વામી નથી, કર્તા નથી અને રાગ-દ્વેષ રહિત નિર્મળ છે; એ અભિપ્રાય સહિત રાગ-દ્વેષના યોગથી રહિત શુદ્ધ વીતરાગપણે એ જ સમદર્શીપણું છે. સમદર્શીપણું એવું ન હોય કે સત્ય-અસત્ય, સાર-અસાર, હિત-અહિત સરખા છે એમ જાણે. માંસ અને રોટલાની અવસ્થાને જેમ છે તેમ વિવેકથી જાણે; સ્ત્રી, પુરુષ, માતા, બેન જેમ છે તેમ તે દશારૂપે જાણે પણ અન્યથા ન માને; ખોટી માન્યતાવાળાને ખોટા માને (જાણે ), એવા બળવાન વિવેકવાન સમદર્શી ધર્માત્મા હોય છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ”—એટલે બધા આત્મા દ્રવ્યસ્વભાવે શુદ્ધ છે એમ માને પણ અવસ્થાએ શુદ્ધ છે એમ ન માને. કોઈ જીવ રાગી દ્રષી અને મૂર્ખ હોય તેને જ્ઞાની સિદ્ધ ભગવાન જેવો ન જાણે. ક્રોધ માન વગેરે કષાય જેમ હોય તેમ, તેના અવગુણની અવસ્થાને જાણે, પણ કોઈનો તિરસ્કાર ન કરે. ખોટાને ખોટું કહેવું તેમાં ષ નથી, પણ જેમ છે તેમ માનવું તેમાં જ સમદર્શિતા એટલે સમભાવ છે; પણ રાગ-દ્વેષ, માન-અપમાન સરખા માનવા તે સમભાવ નથી. બાળક નાની ઉંમરનો હોય તે ગાળ દે અથવા લાત મારે છતાં તેની ઉપર દ્વેષ ન આવે. જાણે કે તે બાળક છે, તેણે રમતાં રમતાં લાત મારી છે, પણ મારવા ખાતર (ખરાબ આશયથી) મારી નથી. –એમ સંસારમાં ડાહ્યા માણસો પણ વિવેકથી જાણે છે, તો જે આત્મજ્ઞાની છે તે સાચો વિવેક કેમ ન કરે? અવગુણીને અવગુણી જાણે, જેવા ભાવે તે વસ્તુ છે અને તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૮૭ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] વસ્તુની વર્તમાન અવસ્થા જેવા ભાવે છે તેવી રીતે જાણે, માને અને પ્રસંગોપાત જણાવે; પણ જાણવું તેમાં વૈષ ન હોય. ધર્માત્મા ઉપદેશક હોય તે સામાન્યપણે સામાના અવગુણ પણ જણાવે છતાં સામા જીવ ઉપર અથવા કોઈ પદાર્થ ઉપર ઇષ્ટ-અનિષ્ટપણું, મમતા ન કરે. જ્ઞાની બધું જાણે અને વિવેક કરે તેથી ઇષ્ટ-અનિષ્ટપણું આવતું નથી; ઝેર અને અમૃતનો વિવેક-જુદાઈ બરાબર જાણે અને કહે. આત્માનો સ્વભાવ જાણવું-દેખવું છે. જાણવું તેમાં દોષ નથી. જ્ઞાની શેયપદાર્થ અને તેની અવસ્થાને જેમ છે તેમ યથાર્થ જાણે પણ નરકના જીવને સિદ્ધદશાવાળો ન માને. જ્ઞાનમાં જે જે પદાર્થો જણાય છે તેમાં કોઈ પણ પદાર્થ દેખીને, તેની અવસ્થા દેખીને એકમેકપણું-રાગપણું ન કરે. મમતા, રાગ દ્વેષવાળી બુદ્ધિ ન કરે. અજ્ઞાની પરપદાર્થમાં રાગ, દ્વેષ, મમતા કરે. ઘણા કહે છે કે આત્માનું અનંતજ્ઞાન ઊઘડી જાય એટલે જગતમાં ભેદ ન જુએ, બધાને સિદ્ધ સમાન જુએ. કારણમાં કહે છે કે જો ભેદ જુએ તો તેની દૃષ્ટિમાં દૈતપણું આવે છે. એવા જીવોનું જ્ઞાન હજી દોષવાળું છે. જ્ઞાનીની દૃષ્ટિમાં ગુણ-દોષ વગેરે ન દેખાય એવી માન્યતા અમુક વર્ગની છે, પણ તે વાત જૂઠી છે. રાગાદિ દોષ આત્માનો ધર્મ નથી, પણ કોઈ જીવને ઊંધી માન્યતા વડે રાગ, દ્વેષ, અજ્ઞાનમય દશા હોય છે. જ્ઞાની તેને તેવી જાણે. જ્ઞાની, જીવ-અજીવાદિ દ્રવ્યની જેવી અવસ્થા હોય તેવી જ દેખે; દેખવામાં દોષ નથી. પૂર્ણ જ્ઞાનની સહજ સ્વરૂપસ્થિતિમાં સમસ્ત વિશ્વ સહજપણે ઝળકે છે. (જેમ નિર્મળ અરીસામાં સહેજે ઈચ્છા વિના સામે જેવો પદાર્થ હોય તેવો દેખાય છે.) પૂર્ણ વીતરાગ થયા પછી તો પૂર્ણપણે સમદર્શિતા, પૂર્ણ નિર્મળતા, પૂર્ણ જ્ઞાન પ્રગટ વર્તે છે. છઠે ગુણસ્થાનકે જે મુનિદશા વર્તતી હોય છે, તે સાધકદશા છે. જેમ કેવળજ્ઞાની પરમાત્મા એકસાથે જગતના સમસ્ત પદાર્થોને પ્રત્યક્ષ જાણે-દેખે છે, તેમ આ છદ્મસ્થ જ્ઞાની મુનિને જ્ઞાનનો ઉઘાડ ઓછો હોવાછતાં પરોક્ષપણે જેટલા પદાર્થોને જાણે-દેખે છે તે સર્વજ્ઞ પરમાત્મા જેવી રીતે જાણે-દેખે છે તેવી જ રીતે જાણે-દેખે છે. નિશ્ચયથી પોતાના જ્ઞાનના પર્યાયને જ જાણે-દેખે છે. આ ૧૦ મી ગાથામાં પાંચ ગુણ સમજાવ્યા છે : (૧) આત્મજ્ઞાન ( હેય-ઉપાદેયની સ્પષ્ટતા સહિત અનંત ગુણ-પર્યાયથી અભેદ નિજાત્માનું જ્ઞાન.) , (૨) સમદર્શિતા ( ઈચ્છારહિતપણું ), (૩) “વિચરે ઉદય પ્રયોગ' (સાધકમાર્ગ), Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા (૪) અપૂર્વવાણી (સન્માર્ગ પ્રકાશક વાણી), (૫) પરમૠત ( પ્રયોજનભૂત ઉત્તમ શ્રુતજ્ઞાન). (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આસવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ, (૯) મોક્ષ એ નવતત્ત્વ, સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર, હેય-ઉપાદેય, નિમિત્તનૈમિત્તિક બેઉની સ્વતંત્રતા, નિશ્ચય-વ્યવહાર, એનું જાણવું પ્રયોજનભૂત જ્ઞાન છે. [તા. ૨-૧૦-૩૯] ધર્માત્માનાં લક્ષણ (ગુણ) વિષે આ ૧૦ મી ગાથામાં કહેવાય છે. તેમાં જે ધર્માત્માને સમદર્શિતા હોય છે તેને પોતાના સાચા સુખની પ્રતીતિ, પુરુષાર્થ અને નિર્દોષ દષ્ટિ વર્તે છે. તે ધર્માત્માને સમદર્શિતા છે, પરંતુ તેનો અર્થ એમ નથી કે વસ્તુ-પદાર્થની અવસ્થા જે પ્રમાણે હોય તે પ્રમાણે ન દેખે; તે તો ખોટાને ખોટું જ માને અને કહે. જગતના પદાર્થો વિચિત્રપણે દેખાય છે, જણાય છે, તેમાં રાગ-દ્વેષ ન કરે પણ અસત્ય ને ઊંઘી શ્રદ્ધા-મિથ્યામતનો નિષેધ કરે. જગતમાં સારી કે વિપરીત જે વસ્તુ હોય તેને તે દશાપણે જાણે, ગુણને ગુણ જાણે અને દોષને દોષપણે જાણે. અવગુણી અને ગુણી પ્રત્યેનો રાગ-દ્વેષ છોડયો છે પણ તેને જાણવામાં દોષ નથી. વિષમ દૃષ્ટિને લીધે જીવને તે વસ્તુમાં ગમતું-અણગમતું થાય છે અને સમદૃષ્ટિ જ્ઞાની રાગ-દ્વેષ રહિતપણે જેમ છે તેમ યથાર્થ જાણે છે. જ્ઞાની કાળા પદાર્થને કાળો જાણે, દેખે. જ્ઞાની પાસે કોઈ કપટ કરી જાય, કોઈ ઉપકાર, સેવા, ભક્તિ કરી જાય, પણ જ્ઞાની બન્નેને એમ જ યથાપ્રકારે જાણે પણ બેઉને ગુણી ન જાણે. જેમ છે તેમ સમજે પણ તેમાં રાગ-દ્વેષ ન કરે એ સમદર્શિતાના લક્ષણ છે. અરીસામાં સુવર્ણ કે વિષ્ટા દેખાય, તેમાં અરીસાને કાંઈ ક્ષોભ નથી; તેવી રીતે જ્ઞાનીના સંબંધમાં પણ તેમ જ સમજવું. ધર્માત્મા ગૃહસ્થ હોય તે ગરીબોને અનુકંપાબુદ્ધિથી દાન આપે, પણ તેમાં મોક્ષમાર્ગરૂપ ધર્મ નથી માનતો. અંદર દયાની વૃત્તિ આવે અને કાર્ય થઈ જાય તેનો તે કર્તા-સ્વામી થતો નથી. જ્યાં અનુકંપા થાય ત્યાં ધર્મ સમજે તો મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. સાચા વિવેકી આત્મજ્ઞાની છે. ધર્માત્મા મુનિ છઠે ગુણસ્થાનકે વર્તતા હોય ત્યાં સર્વવિરતિ છે. સ્વરૂપસ્થિતિ છે, છતાં હજી અલ્પ અંશે રાગ વર્તે છે, તેથી શિષ્યને ઉપદેશ દેવો, શાસ્ત્રવાંચન, દેવ, ગુરુ, ધર્મની ભક્તિ આદિ શુભ-પ્રશસ્ત વિકલ્પ (રાગ ) આવી જાય છે, છતાં તે શુભ પરિણામને પોતાનાં ન માને, સર્વથા રાગ પ્રત્યે હેયબુદ્ધિ છે. ચોથી, પાંચમી ભૂમિકામાં તેનાથી અધિક રાગ વર્તે છે છતાં આત્મજ્ઞાન છે અને અભિપ્રાયમાં પૂર્ણ સમદર્શિતાનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૮૯ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] સળંગ એકરૂપ લક્ષ વર્તે છે. ધર્માત્મા ભલે ગૃહસ્થ હોય છતાં સમભાવ, સમદર્શિતા અંશે આચરણમાં હોય છે. હવે અહીં ચોથા, પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનકની ભૂમિકાના આશ્રયે જ્ઞાની ધર્માત્મા સમદર્શી છે, તે બાહ્ય પદાર્થ અને તેના પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, સમજે, સમજાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાય વિષે મમત્વ કે ઇષ્ટ–અનિષ્ટપણું ન કરે. જે પદાર્થ કાળો હોય તેને સમદર્શી કાળો દેખે, જાણે, જણાવે. જે ભાવે જે હોય તે રૂપે તે દેખે, જાણે, જણાવે. કેમકે આત્મા સ્વભાવે જ્ઞાતાદ્રષ્ટા છે. જે અવગુણ હોય તેને છોડવા યોગ્ય જાણે, જણાવે અને રાગ-દ્વેષ રહિત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરવા યોગ્ય માને, જાણે, જણાવે. સ્વભાવમાં રાગ-દ્વેષ રહિતપણું રહેવું એ સમદર્શિતા. ધર્માત્માને પોતાની પવિત્રતા-નિર્દોષતાનું જ લક્ષ છે. વળી ધર્માત્મા સુરભિગંધ, સુંદર રંગની ઈચ્છા ન કરે, પણ જે નિમિત્ત હોય તેને તેવું જ જાણે, દેખે. જાણવામાં દોષ નથી. કુગુરુ, કુદેવ, કુશાસ્ત્રને તે તે પ્રમાણે જાણે. અસત્યને પણ અસત્ય જ જાણે છે, કહે છે. કોઈ કહે કે જ્યાં દોષ હોય ત્યાં ન જાણવું, પણ જે સંયોગ દેખાય તેનો નિષેધ કેમ કરાય? દુરભિગંધ, મળ, મૂત્ર આદિ પદાર્થ દેખાય તે પ્રત્યે દુર્ગછા ન કરે; અનુકૂળતાનો પ્રેમ અને પ્રતિકૂળતાનો દ્વેષ ન કરે. વળી શાતા-અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ-દુર્ગધ, સુસ્વર-દુઃસ્વર, સુંદર-કુરૂપ આદિ દેખીને, ચિંતવીને રતિ-અરતિ, ઇષ્ટ-અનિષ્ટપણું, આર્તધ્યાન ન કરે તે જ સમદર્શિતા. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ એ બધાથી રહિતપણું સમદર્શીને વિષે હોય જ. અહીં મુખ્યપણે આ બધા ગુણો છઠ્ઠી ભૂમિકાએ મુનિ ધર્માત્માને કહ્યા છે. ચોથી-પાંચમી ભૂમિકાએ વર્તતા જ્ઞાની ધર્માત્માને સમદર્શિતા છે તે સમ્યગ્દર્શનની અપેક્ષાએ કહ્યું છે, કારણ કે તેમની દૃષ્ટિ (અભિપ્રાય ) નિર્દોષ છે. મુનિને સમદર્શીપણું મુખ્યપણે કહેવાય, કારણ કે ચોથી-પાંચમી ભૂમિકાએ ગૃહસ્થદશામાં તેવો સમભાવ ન રહે. મુનિનો આત્મા શુદ્ધ, નિર્મળ અક્રિય, જ્ઞાતા-દ્રષ્ટા હોવાથી એમને યથાર્થ સમ્યક અંતરંગ ચારિત્રપણું વર્તે છે. તેમને પાંચ મહાવ્રતી કહ્યા તે તેમની અધૂરી દશામાં આવો શુભરાગ હોય છે, તેનાથી વિરુદ્ધ જાતિનો રાગ-વસ્ત્રાદિ રાખવાનો હોય નહિ, એવો નિયમ બતાવવા કહ્યું છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મુનિને સર્વવિરતિ છે એટલે સ્વરૂપમાં વિરામ પામેલા છે. તેમનો સમભાવ અને અહિંસા આદિ પંચમહાવ્રત એ બેઉ યથાતથ્ય છે, તેથી સર્વવિરતિ એટલે સમદર્શિતા છે. આત્મા પુણ્ય-પાપની ક્રિયા રહિત છે. અહિંસા આદિ પાંચ મહાવ્રતના પરિણામ છે તે પુણ્યપરિણામ છે, આગ્નવભાવ છે, આત્માનો ધર્મ નથી; શુદ્ધ ભાવ સહિત સમભાવ જેને હોય તેને ધર્માત્મા, અહિંસક કહેવાય. મન, વાણી, દેહાદિની ક્રિયા તે ધર્મ નથી. પંચમહાવ્રત પણ પુણ્યપરિણામ છે, તે પુણ્યપરિણામ શુભરાગ છે, કર્મભાવ છે, ઉદયભાવ છે તેનાથી ધર્મ ન થાય, સંવર-નિર્જરા ન થાય. પાંચ મહાવ્રતના શુભ પરિણામ તે આસ્રવ (પુણ્યબંધન) કરનાર શુભભાવ છે. તેનાથી આત્માને ગુણ થાય એમ માનવું તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. આત્મા ત્રિકાળ જ્ઞાતા છે, તન્ન અકષાય છે, જડની ક્રિયા રહિત છે. જેને એવી અવિરોધ શ્રદ્ધા અને આત્મજ્ઞાનનું ભાન નથી, તેને બારવ્રત કે પંચમહાવ્રત પરમાર્થે કહેવાય નહિ. માત્ર નામનિક્ષેપે તે વ્રતી કહેવાય. અજ્ઞાનભાવે પુણ્ય બાંધે પણ ભવ ન ઘટે. આત્મજ્ઞાન થયા પછી જે શુભ વિકલ્પ આવે છે તેને ઉપચારથી વ્રત કહ્યાં છે. અંતરંગ અકષાયભાવનું જ્ઞાનપરિણમન, અંતરસ્થિરતારૂપ વિરતિ તે નિશ્ચયવ્રત છે; પુણ્યપરિણામરૂપ વ્યવહાર વ્રત અને આત્માના પવિત્ર પરિણામ બંને જુદા છે. પુણ્યનો ભાવ રાગ છે. રાગથી આત્માને ગુણ થાય એમ માનવું તે મહા મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. પરની દયા પાળું એવો રાગ આવે, પણ હું તેને જીવાડી દઉં છું એમ માનવું તે અજ્ઞાન છે. અહિંસા આદિ અંતરંગવિરતિ ન હોય તો સમદર્શિતા ન હોય, સમદર્શિતા ન હોય તેને મહાવ્રત પણ ન હોય. બીજા જીવના બચાવમાં શુભ પરિણામ હોય તો તે પુણ્ય છે; પણ મેં બચાવ્યો, હું ના હોત તો મરી જાત, તેવી માન્યતા મહા મિથ્યાત્વ, અજ્ઞાનભાવ છે, તે જ દર્શનમોહ-મિથ્યાત્વનું શલ્ય આત્મગુણને આવરે છે, નિજગુણનો ઘાતક છે. સામા જીવનું જીવન આયુષ્યકર્મના ઉદયાધીન છે, તેને હું રાખી દઉં કે મારી નાખું, સુખી-દુઃખી કરું વગેરે માન્યતા મહા અજ્ઞાન છે. આત્મજ્ઞાનદશાસ્વરૂપસ્થિતિ વિના સમ્યક અહિંસાદિ મહાવ્રત ન હોય. પ્રશ્ન :- બાધા લીધી હોય તો? ઉત્તર :- સમ્યકત્વ વિના સાચી પ્રતિજ્ઞા હોય નહિ. કોઈ પણ શુભ ભાવને તથા શુભજોગની ક્રિયાને પોતાની માને, સુખનો ઉપાય માને તે મહા પાખંડી છે, કપટી છે. તે માટે શ્રીમદે આગળ કહ્યું છે કે : Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૯૧ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] “લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, ગ્રહે નહિ પરમાર્થને, લેવા લૌકિક માન.” વિરતિ-અવિરતિનું શું સ્વરૂપ છે તેના ભાન વિના, અંતરવેદન વિના પોતાને ધર્મ માને તેને કોણ રોકી શકે? હું રોટલા છોડી શકું, હું બીજાને સુધારી દઉં, બગાડી દઉં, સંસારની વ્યવસ્થા બરાબર રાખી દઉં, આમ બેસી શકું, આમ કરી શકું-એમ માનનાર પોતાને ધર્મ માનતો હોય, છતાં તેને સામાયિક ન હોય, વ્રત-પ્રતિક્રમણ ન હોય; સંવર-નિર્જરા ધર્મ ન હોય. સાચી શ્રદ્ધા, સાચી ઓળખાણ અને આત્મગુણનું અનુસરણ એ મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનકે છે. આ સમદર્શિતા જેટલે અંશે હોય તેટલે અંશે અહિંસા આદિ વ્રત હોય. જેટલે અંશે અહિંસા આદિ અંતરંગવિરતિ હોય તેટલા અંશે સમદર્શિતા હોય. સદ્ગુરુ યોગ્ય લક્ષણરૂપ સમદર્શિતા મુખ્યપણે સર્વવિરતિ છઠ્ઠી ગુણસ્થાનકે હોય, પછીના ગુણસ્થાનકે તે લક્ષણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતું જાય, અધિક પ્રગટ થતું જાય, ૧૨ મા ક્ષીણમોહ ગુણસ્થાનકે તેની પરાકાષ્ટા અને તેરમે સંપૂર્ણ વીતરાગતા થાય છે. સમદર્શિતાની એવી વ્યાખ્યા નથી કે, લૌકિક સમાન ભાવ, એકસરખી બુદ્ધિ, અભેદભાવ, ગુણ-દોષનો ખીચડો કરે, ભેદ ન પાડે,-એમ હોય જ નહિ. કાચ અને હીરો સમાન ગણવા એનું નામ સમદર્શિપણું નથી પણ મૂર્ખાઈ છે. વળી સત્કૃત અને અસત્કૃતને સરખાં માનવા તે પણ મહા મૂઢતા છે. સર્વજ્ઞના અવિરોધી સમ્યક્ શાસ્ત્રો સાથે આત્માની મૂલવણી કરાવનાર અસત્ શાસ્ત્રોનો સમન્વય ત્રણ કાળમાં થઈ શકે નહિ. વળી કોઈ માને કે આપણે ભેદ ન પાડવો, કારણ કે રાગ-દ્વેષ થાય. આપણે તો બધા ધર્મ, બધા ધર્મગુરુ સરખા, કારણ કે બધા આત્મા માટે કરે છે ને? શું ભાવનગરનો એક જ રસ્તો છે? ગમે તે રસ્તેથી જવાય. એમ માનનાર મૂર્ખ છે, અજ્ઞાની છે. ભાવનગરની સાચી ઓળખાણ વિના અન્ય માર્ગને સાચો માર્ગ માનનારા પોતાના ખોટા ભાવે સાચા છે, પણ તેને સાધ્યની પ્રાતિ નહિ થાય. અનંતકાળથી જીવો આત્માના નામે, આત્માર્થ માની ઘણું કરે છે, પણ ઓળખાણ વિના સ્વચ્છંદ જશે ક્યાં? જ્યાં સર્વજ્ઞની ઓળખાણ નથી, સત્ શાસ્ત્રના પ્રમાણિકપણાની ખબર નથી તે સમદર્શી નથી, પણ ચોક્કસ મૂર્ખ છે. વળી કોઈ કહે કે આપણે તો સાંભળવું છે ને? આપણે તો ગુણગ્રાહી છીએ. આપણી દૃષ્ટિમાં વેર-ઝેર નથી, આપણે તો જ્યાંથી મળે ત્યાંથી લેવું છે; પણ હિત-અહિતનો વિવેક નથી. સાચું શું, ખોટું શું તેની પરીક્ષા નથી, તેનું ગુણગ્રાહીપણું કદી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પણ સાચું નથી. વળી લોકો માને કે આપણે ધર્મશાસ્ત્રો વાંચીએ, સાંભળીએ તો કાન પવિત્ર થાય, દેહ પવિત્ર થાય-એવું કહેનાર પણ પરથી જુદાપણાના વિવેક વિના, ન્યાય સમજ્યા વિના ગોળ અને ખોળ સરખા ગણી ખીચડો કરે છે. સાચા-જૂઠાનો વિવેક ન જાણે, તેનો વિશ્વાસ કોણ કરે? અક્રિય શું, જ્ઞાતા શું, પુણ્યપાપરૂપ આસવ શું, સ્વાધીનતા શું, એના ભાન વિના તેનું કરવું બધુંયે આંધળી દોડ છે. જ્ઞાની અથવા અજ્ઞાની કોઈ જડની ક્રિયા કરી શકે જ નહિ. માત્ર જ્ઞાન કરે કાં અજ્ઞાન કરે એટલે ખોટી માન્યતા કરે. તે તેનું સામર્થ્ય છે પણ જડની ક્રિયા થવી તેમાં આત્માનું સામર્થ્ય નથી. તે સ્વતંત્ર તત્ત્વ છે. વળી સદ્ગુરુ અને અસદ્ગુરુને એટલે કે જ્ઞાની ધર્માત્મા અને અજ્ઞાની કુગુરુ વેષધારીને સરખા માનવા તે અજ્ઞાન છે. સદેવ અને અસદૈવને સરખા માને, તે પણ અજ્ઞાની છે, મૂર્ખ છે. સદેવ કોને કહીએ કે જેમાં રાગ-દ્વેષ, અજ્ઞાનનો અંશ નથી, જે સર્વજ્ઞ છે, પૂર્ણ વિતરાગ પરમાત્મા છે. લોકો જે હથિયારવાળા તથા સ્ત્રીસંગવાળાને દેવ માને છે, તે સાચા દેવ નથી; રાગી દેવ અને નિર્દોષ અરાગી દેવને સરખા માનનારા મહા અવિવેકી છે, મૂઢ છે. ઘેર થી લાવ્યા હોય તેમાં એક રૂપીઆભાર કીટું (કચરો) આવ્યું હોય તો તેને ખાઈ જતો નથી, પણ કાઢી નાખે છે. તેમ પવિત્ર આત્મા અતીન્દ્રિય છે, તે આત્માનો વ્યવહારધર્મ, સાચા દેવ, ગુરુ અને સાચા ધર્મ પ્રત્યે આદર, તથા કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર અને કુધર્મની જુદાઈ,-એ ન જાણે તે અજ્ઞાની છે. જે કોઈ દેહ, મન, વચન તથા પુણ્યાદિની ક્રિયાથી ધર્મ માને છે, સંવર-નિર્જરા માને છે, દેહની ક્રિયાને ચારિત્ર માને છે, તે અજ્ઞાની છે. આત્મજ્ઞાન વિના ધર્મ નથી. બીજામાં ધર્મ માનનારા આત્માના સાચા ગુણના નિષેધક છે. વળી ધર્માત્મા કુશ્રુતને કુશ્રુત જાણે, ખોટા શાસ્ત્રને નિષેધે અને કહે કે તેનાથી આત્મધર્મને ઓળખવાનો લાભ નહિ થાય; સધર્મને સધર્મ જાણે, બોધે અને અસધર્મને અસધર્મ જાણે અને નિષેધે, સદ્ગુરુને સદ્ગર જાણે, બોધે; અસલ્લુને અસદ્ગુરુ જાણે અને નિષેધે. જેનાં રાગ-દ્વેષ, અજ્ઞાન સર્વથા ટળી ગયાં છે એવા વીતરાગ જિનેશ્વર સર્વશદેવ તીર્થકર આદિનો પ્રરૂપેલો ન્યાયધર્મ-લોકોત્તર માર્ગ ઓળખ્યા વિના ઘણા લોકો ધર્મઉપદેશક થઈને બધા ધર્મનો સમન્વય કરે છે, કજાત અને સજાત એટલે લૌકિક માર્ગ અને અલૌકિક સન્માર્ગરૂપ અપૂર્વ ધર્મનો સમન્વય કરે છે. એમ સ્વચ્છેદે પોતાની મતિકલ્પનાથી સર્વજ્ઞ પરમાત્માના ન્યાયને અલ્પજ્ઞ જીવો બીજા લૌકિક ધર્મ સાથે સરખાવે છે. ક્યાં આગિયાનું તેજ અને ક્યાં સૂર્યનું તેજ? એનો સમન્વય કરનારા સૂર્યને ઢાંકવા પ્રયત્ન કરે છે; એ બધા આત્મજ્ઞાનથી અજાણ છે. સત્યને સત્ય અને અસત્યને અસત્ય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૯૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] માનવું, કહેવું, ઉપદેશવું તેમાં દોષ નથી. અવિરોધપણે જેમ છે તેમ સાચું સમજવું, તે સમદર્શિતાપણું છે. ૧૦. એવા પ્રત્યક્ષ સદ્ગુરુને પોતાની પાત્રતાથી, ન્યાયષ્ટિથી ઓળખીને તે સદ્ગુરુના ઉપદેશથી જે શ્રીજિન પરમાત્માનું સ્વરૂપ સમજે તે નિશ્ચયથી પોતાનું પરમાર્થ સ્વરૂપ સમજે, તેથી એવા પ્રત્યક્ષ ઉપકારી સદ્ગુરુ જ્ઞાની ધર્માત્માના ચરણ -આશ્રયથી પરોક્ષ જિનેશ્વર કરતાં પણ અધિક ઉપકાર પોતાને થાય. માટે આગળ કહે છે કે – પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧. પ્રત્યક્ષ સત્પરુષની વર્તમાનમાં હયાતી હોય, તેમને છોડીને જ્યાંસુધી પૂર્વે થઈ ગયેલા શ્રી જિનેશ્વરની વાતો પર જ જીવનું લક્ષ રહ્યા કરે અને તેમને ઓળખ્યા વિના, સ્વાનુભવ વિના, તેમનો ઉપકાર ગાયા કરે, પણ એ જીવનું પૂર્ણ શુદ્ધસ્વરૂપ શું છે, તેને તો ઓળખતો નથી, ત્યાંસુધી તેને વીતરાગનું બહુમાન ક્યાંથી આવે? વળી કહે છે કે, જ્યાં આત્મભ્રાંતિનું સમાધાન થાય એવા પ્રત્યક્ષ સદ્ગનો સમાગમ પ્રાપ્ત થયો હોય, તેમાં પરોક્ષ જિનેશ્વરનાં વચન કરતાં પણ મોટો ઉપકાર સમાયો છે. સર્વજ્ઞ ભગવાનના કહેલા અતીન્દ્રિય લોકોત્તર ન્યાયમાર્ગની ખબર નથી, માત્ર સ્વચ્છેદે શાસ્ત્રો વાંચી જાય અને તે પુરુષનાં વચન ગોખી રાખે તેથી કાંઈ આત્માને લાભ ન થાય. માટે પ્રત્યક્ષ સદ્ગરના અવલંબનની-આશ્રયની જરૂર જણાવી છે. તે પ્રત્યક્ષ સત્પરુષનો ઉપકાર ન સમજે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. | [ તા. ૩-૧૦-૩૯] આગળ કહેવાયું કે કુધર્મ અને સુધર્મને સરખા માનવા તે સમભાવ છે એમ માનવું તે મિથ્યા છે, કારણ કે તેમાં વિવેક નથી. ધર્માત્મા મુનિ જેમ છે તેમ ઉપદેશ આપે છે, ખોટા દેવગુરુ-ધર્મનો નિષેધ કરે છે, તેમાં વૈષ નથી; એ વિષે અગાઉ કહેવાયું છે. હવે ઘણા જીવો સર્વજ્ઞ પરમાત્માના નામે પોતાના સ્વચ્છેદે તેમનો ઉપકાર ગાયા કરે છે અને પ્રત્યક્ષ સત્પરુષ જે આત્મભ્રાંતિના છેદક છે, પોતાને પરમ ઉપકારનું નિમિત્ત છે, તેમના સમાગમની ઉપેક્ષા રાખે છે તેમને કહ્યું કે પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. પરોક્ષ જિનનાં વચનોનો આશય ગુરૂગમ વિના સમજાય નહિ અને નિમિત્તનાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વ્યવહારવચનને સાચાં માની તેના આગ્રહમાં રોકાય અને વીતરાગને ઓળખે નહિ તેની ભ્રાંતિ કેમ ટળે? અનેક ન્યાય-અપેક્ષાનો સમ્યવિચાર જેમ છે તેમ પ્રત્યક્ષ ગુરૂગમ વિના સમજાય નહિ સર્વજ્ઞ વીતરાગ ભગવાનને જેઓ ઓળખતા નથી, શાસ્ત્રનાં પ્રમાણ, ન્યાય, આશયની સમજણ નથી, વીતરાગના નામે સ્વચ્છેદ પોષે છે, એવા ઘણા જીવો આ ગાથાનો ઊંધો અર્થ કરે છે અને કહે છે કે સર્વજ્ઞ ભગવાનનો ઉપકાર ઓળવીને (ભૂલીને) શ્રીમન્ને સદ્ગુરુ થયું છે, તેથી પૂજાવા માટે લખ્યું છે. એમ કહેનારા વીતરાગને અને તેમના શાસ્ત્રવચનને ઓળખ્યા વિના, સમ્ય આશય સમજ્યા વિના માત્ર બોલબોલ કરે છે. શાસ્ત્રમાં તો ભગવાને કહ્યું છે કે- “જોઈને ચાલવું,” પણ ત્યાં કઈ જાતનો રાગ અને નિમિત્ત છે તથા કથનનો વાસ્તવિક અર્થ શું છે તે સમજ્યા વિના ખરી વાતનો નકાર કરે છે; એ નકારરૂપ અનાદર હોવાનું કારણ એ છે કે તે સ્વરૂપને અન્યથા માને છે. દેહાદિકની ક્રિયા, ચાલવાની ક્રિયા, જીવને આધીન નથી; સર્વ પરમાણુ તથા દેહની ક્રિયા સ્વતંત્ર છે. શું સર્વજ્ઞ ભગવાન નથી જાણતા કે તેઓ “જોઈને ચાલવું” એવો ઉપદેશ કરે?-એમ કેટલાક પ્રશ્ન કરે છે. તેઓ વ્યવહાર ભાષાનો આશય સમજતા નથી અને તે કારણે બે દ્રવ્યમાં એકતાબુદ્ધિ કરે છે. પરનું કાંઈ કરી શકાય છે એમ માનનારા જીવો વીતરાગનો ઉપકાર જાણતા જ નથી–તેમણે પરમાર્થ જાણ્યો નથી. જોઈને ચાલવું એનો ભાવ (આશય) એમ છે કે ચાલતી વખતે અંતરંગમાં પ્રમાદ ન કરવો. દેહની ક્રિયા તે જીવથી થઈ શકતી નથી. વીતરાગનાં વચનોનો આશય પોતે જાણતો નથી અને તેના ગુણ ગાયા કરે તે સાચા સ્વરૂપને જાણી શકે નહિ. પ્રત્યક્ષ સદ્ગુરુની ઉપેક્ષા કરનાર, પરોક્ષ જિનનો માત્ર કથનમાં ઉપકાર ગાયા કરે છે તેને સાચી વસ્તુ (તત્ત્વ) ની કાંઈ ખબર જ નથી. મોહી જીવ કહેશે કે અહો, વીતરાગે મહા ઉપકાર કર્યો છે, ભગવાને બહુ સારી વાતો કરી છે, આત્માની વાતો કરી છે. પણ વીતરાગ કોણ હતા? તેમની જાત શું? કેમ થયા છે? તેનો આશય પોતે સમજી શકે નહિ. વળી જે સર્વજ્ઞને જાણે છે, આત્મસ્વરૂપમાં સ્થિત છે, એવા પ્રત્યક્ષ સદ્ગુરુ આત્મભ્રાંતિના છેદક છે; તેનો ઉપકાર જે ન સમજે, સમાગમ ન કરે, તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય. શાસ્ત્રમાં નિમિત્તથી વાક્યો આવે કે ભાઈ ! સમિતિથી ચાલવું, બધા જીવોની દયા પાળવી, બ્રહ્મચર્ય પાળવું, હિંસા ન કરવી. એમ ઉપદેશમાં આવે. કોઈ પણ જીવને ન હણવો, પૂર્ણ અહિંસાનું પાલન કરવું તે સર્વ શાસ્ત્રોનો સાર છે. તેનો સાચી દૃષ્ટિથી એમ અર્થ છે કે મિથ્યાત્વથી-પુણ્ય પાપરૂપ આગ્નવથી અકષાય સ્વરૂપની હિંસા ન કરવી. એટલે અકષાય લક્ષ મિથ્યાત્વ-રાગાદિકનો ત્યાગ કરવો, પરભાવનું ધણીપણું ન કરવું. હું દયાવાળો તથા શુભરાગવાળો પણ નથી, દેહાદિની ક્રિયા રહિત કેવળ જ્ઞાતા જ છું એમ સ્વાધીનપણે ત્રિકાળી સ્વભાવની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦] | [ ૯૫ જાળવણીમાં સાવધાન રહેવું તે જ વાસ્તવિક અહિંસા છે. પર તે પર જ છે, સ્વ નથી. ઘણા સમજે છે કે કોઈ પ્રાણીને ન મારવો તેમાં ધર્મ આવી ગયો; પણ અર્થ કરનાર પોતાને ભૂલીને અર્થ કરે છે. પરને ન મારવાના શુભભાવ કર્યા તેમાં ધર્મ આવી ગયો? તે માને છે કે બસ આપણે અભયદાન દીધું છે, હવે કોઈ જીવને મારવા નહિ. આપણે વ્રત, તપ કરીએ છીએ, જોઈને ચાલીએ છીએ એટલે ધર્મી છીએ. પણ પોતાની તેને ખબર નથી, અકષાય લાયકભાવની રક્ષા કેમ કરવી તેનું તેને ભાન નથી અને માને છે કે પરની ક્રિયા હું કરું, પરને જીવતા રાખું, બચાવું પણ તેની આ બધી માન્યતા ભાવહિંસા છે. પોતે પરભાવમાં, રાગ-દ્વેષ-મોહભાવનો કર્તા થવામાં ધર્મ માનતો હોય ત્યાં આત્માની પ્રત્યક્ષ હિંસા થઈ રહી છે. જ્ઞાની ધર્માત્માને પણ શુભ દયાભાવનો વિકલ્પ આવી જાય, પણ તેની ભેદજ્ઞાનવડે જુદાઈ જાણે છે, તેથી નિર્જરા થાય છે. રાગ-દ્વેષ મારા નથી, તે જ્ઞાનભાવે સમજીને ઘટાડી શકાય છે. હું અકષાય છું, એ લક્ષ તત્ત્વની અપૂર્વ રુચિ વડે તીવ્ર કષાય ટાળીને મંદ કષાય કરી શકાય, પણ અલ્પ કષાય, શુભરાગ, દયાના ભાવ કરવા જેવા છે, રાખવા જેવા છે, એમ જે માને છે તેણે શુભરાગને પોતાનો માન્યો. તે માન્યતા મહા અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, કારણ કે પરભાવને પોતાનો માન્યો છે; એ દૃષ્ટિથી જીવ પોતે દયાનો કર્તા થાય છે; તે પોતે જ પોતાની હિંસાનો કરનાર મહા અપરાધી છે. | સર્વજ્ઞ વિતરાગનો આશય સમજ્યા વિના સર્વશનાં શાસ્ત્રોને પોતે જ અન્યાય કરી રહ્યો છે, માટે પ્રત્યક્ષ ગુગમ, સત્સમાગમની જરૂર જણાવી છે. સર્વજ્ઞ વીતરાગી કેવળજ્ઞાની ભગવંતોએ એ જ કહ્યું છે કે તારો ભાવ નથી તે પરભાવ, રાગભાવ, શુભભાવ, દયાના પરિણામ (એટલે પરને ન મારવાનો ભાવ) તેને તે સર્વે ધર્મનો સાર માન્યો છે; જ્ઞાનનું કાર્ય ભૂલીને રાગને કરવા જેવો માને છે તે જ તારા અજ્ઞાનથી સ્વહિંસા છે. વીતરાગના નામે ઊંધું વેતરે છે અને કહે છે કે અમે ધર્મી છીએ, અમને વીતરાગનો ઉપકાર છે. એમ એ અબુદ્ધ જનો માને છે, પણ તેને સર્વશનાં શાસ્ત્રોની અને વીતરાગ ભગવંતોની ઓળખ નથી, માત્ર રાગનો રાગ છે. વીતરાગનો ખરેખરો ઉપકાર ત્યારે કહેવાય કે જ્યારે પોતે વીતરાગનો આશય યથાર્થ ગુરૂગમે જાણીને પુરુષાર્થથી કહે કે હું પણ વીતરાગી છું. પરોક્ષ જિનેશ્વર કરતાં અધિક ઉપકારી વર્તમાન પ્રત્યક્ષ સદ્ગુરુને ઓળખીને ઉપકારી માનવા જોઈએ. એના વિનયમાં બધા જ્ઞાનનો વિનય આવી જાય છે. માટે પોતાના મતાગ્રહને છોડીને સદ્ગુરુના ચરણનો આશ્રય કરવો જોઈએ. ઘણા સ્વચ્છંદી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આ ૧૧ મી ગાથાનો ઊંધો અર્થ કરે છે તે બરાબર નથી. તે તો તેમના અજ્ઞાનની-ઊંધા અભિપ્રાયની પુષ્ટિ છે. વર્તમાન સન્દુરુષની ઓળખાણ અને તે પ્રત્યક્ષ સત્પરુષનો ઉપકાર માન્યા વિના તમો વીતરાગનો ઉપકાર સાચી રીતે ગાઈ શકો નહિ. કોઈ કહે કે સર્વજ્ઞ તો અનંતજ્ઞાનવંત વીતરાગ હતા; તેમનાથી પણ અધિક ઉપકાર છદ્મસ્થ જ્ઞાનીનો શા માટે માનવો? તેનો જવાબ એમ છે કે આપણને અરિહંતદેવની-સર્વશની ખબર (ઓળખ) નથી, શ્રીગુરુ તેમને યથાર્થ જાણે છે અને ઓળખાવે છે, તેથી તેમનો અધિક ઉપકાર છે. સમયસારમાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે અનંતકાળના સર્વજ્ઞોએ જે ન્યાયથી કહ્યું છે તેમના વચનઆશયને અમે અવિરોધપણે સ્વાનુભવ પ્રમાણથી કહીશું, અનંતકાળમાં સર્વજ્ઞો, અરિહંત ભગવંતો જે માર્ગ કહી ગયા છે અને ત્રણે કાળના જ્ઞાની ભગવંતોએ જે ન્યાયમાર્ગ પ્રરૂપ્યો છે તે જ માર્ગ અમે કહીશું. જીવ સદા જ્ઞાનરૂપે છે, પરમાર્થ વિકારરૂપે કે દેહરૂપે નથી. હિંસા અથવા અહિંસાનો ભાવ કરી શકે છે પણ પરદ્રવ્યની અવસ્થા પલટી શકે નહિ, પરનું કાંઈ કરી શકે નહિ. પોતાના જ્ઞાતા સ્વરૂપને ભૂલી જવું તે હિંસા છે. સ્વસમ્મુખ જ્ઞાતાપણારૂપે સ્થિતિ તે અહિંસા છે. ભાવહિંસા ન કરવી. રાગ, દ્વેષ અને પ્રમાદ વડે હિંસા થાય છે તે જ સ્વહિંસા છે. બીજા જીવનાં જીવન-મરણ તેના કર્માધીન છે. આટલી સરળ વાત પણ ઘણા જીવો સમજતા નથી, અને કહે છે કે બીજા જીવોને ન મારવાના શુભ પરિણામ-શુભરાગ તે જ ધર્મ છે, પણ જીવોની દયા પાળવી તે જ સર્વ ધર્મોનો સાર છે, પણ તેમાં ખાસ વાત એટલે સ્વદયા તો ન આવી. કુતર્કવાળા એમ કહે છે કે પરની દયામાં સ્વદયા આવી જાય છે, તે વાત તદ્ન જૂઠી છે. પોતાને ભૂલીને પરમાં અટકે તે પોતાના સ્વરૂપની સાવધાની કેમ કરશે? કોઈ કહે કે મને વિશ્વપ્રેમ છે એટલે સર્વને માટે અગર હરકોઈના માટે રાગ છે. એનો સાચો અર્થ એ છે કે પોતાને રાગરહિતપણું ગોઠતું નથી, રાગની સળંગતામાં બીજા માટે અટકવું તે પ્રત્યક્ષ અજ્ઞાન છે. હું દયા કર્યા જ કરું એટલે કે હું રાગ કર્યા જ કરું-એ માન્યતા રાખી જે પરભાવનો ધણી અને રાગનો કર્તા થઈને વીતરાગનાં ગાણાં ગાય છે, ભક્તિ કરે છે, તે કષાયની ભક્તિ કરે છે, રાગનું બહુમાન કરે છે, તેથી ભાવહિંસા થાય છે. મારો આત્મા જ નિત્ય અકષાયી, એક સિદ્ધ ભગવાન જેવો છે, મારો એકલો આત્મા જ અરાગપણે આદરવા જેવો છેએમ તેમાં ન આવ્યું. લોકો અનાદિકાળથી નગ્નસત્યથી ભડકે છે. જે પોતાના હિત માટે છે, જેમાં ખરેખર જ્ઞાનસ્વરૂપ આત્મધર્મની જાળવણી છે, તેનાથી લોકો ડરે છે, શંકા કરે છે તે અજ્ઞાન છે. વેગે ચડેલા મૃગલા સ્વયં શિકારીની જાળ તરફ શંકા વિના દોડયે જાય છે. તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] [૯૭ કોઈએ દયા માટે, બચાવવા માટે ઈશારો કર્યો, ત્યારે પેલા મૃગલાને શંકા ગઈ કે આ માણસ અમને મારવા માગે છે, કારણ કે અનાદિથી તે ભયને દેખી રહ્યા છે; તેમ સાચા માર્ગની, હિતઅહિતની પરીક્ષા કરવાની પાત્રતા જેમાં નથી એવા ધર્માધ જીવો અનાદિકાળથી આત્માના નામે અમે ઘર્મ કરીએ છીએ, વીતરાગની આજ્ઞા આમ છે માટે બીજા ગમે તેમ કહે પણ અમે નિમિત્તને છોડવાના નથી. એમ પરથી અતીન્દ્રિય નિજગુણ પ્રગટ કરવા માગે છે. લોકો જોગની ક્રિયાને સાધન માને છે, પણ નિયમ તો એવો છે કે કારણ-કાર્ય સજાતીય હોવાં જોઈએ. જેમ સોનું કારણ તેમાંથી સોનાનું કાર્ય નીપજે પણ પિત્તળ કારણ ને સોનાનાં ઘરેણાં કાર્ય, તેમ બને નહીં. પ્રથમ ભૂમિકાની શરૂઆતનો એકડો પણ તેની સજાતિનો જોઈએ. લોકોને ન્યાયની ખબર પડે નહિ તેથી અમે જ વીતરાગની આજ્ઞા જાણી છે, એમ નિઃશંકપણે સ્વચ્છેદે વીતરાગના નામે ઊંધે રસ્તે દોડયે જાય છે. તેને સત્પરુષ જ્ઞાની જે વીતરાગનું વાસ્તવિક તત્ત્વ જાણે છે તે કહે છે કે ભાઈ રે! તમે જેને વીતરાગની આજ્ઞા અને સ્વરૂપ માનો છો તેમાં ઘણો ફેર છે. એ સાંભળતાં જ ભય પામીને ભડકે છે. આંધળી શ્રદ્ધાવાળા પોતાનો સ્વછંદ હાંકયે રાખે છે અને અજ્ઞાનભાવને પોષે છે. તે સ્વયં મોહમાં આસક્ત થઈને નિઃશંકપણે ઉન્માર્ગે પ્રવર્તે છે અને સાચામાં શંકા કરે છે. વીતરાગના એકેક વચનમાં અનંતા આગમ છે. એ વાત કેમ હશે તે તેઓ જાણતા નથી. લોકોને પોતાના સ્વરૂપમાં અનાદિથી ભ્રાંતિ છે; એ સ્વચ્છંદ ત્યાગે તો યથાર્થ પાત્રતાથી સત્સમાગમ અને સદ્ગુરુ વડે તત્ત્વનો વાસ્તવિક નિર્ણય થઈ શકે છે, એ દૃષ્ટાંત છે કે- એક ગૃહસ્થનો પુત્ર છે. તેનો પિતા મરી ગયો છે. હાલ તે ગરીબ અવસ્થામાં છે. તેને કોઈએ વાત કરી કે તારા પિતા બહુ લક્ષ્મીવાળા હતા માટે તારા ચોપડા જો, અંદરથી કંઈક નીકળશે. ચોપડા વાંચતાં આવ્યું કે શંકરના દેહરાના ઇંડામાં ચૈત્ર સુદ ૮ ને દિવસે સવારના ૮ વાગે પચાસ લાખ સોનામહોર દાટી છે. હવે પોતે પોતાના જેવા અકલમંદોને આ વાત કરી. હાજી હા કરનારાઓએ કહ્યું કે ભલે, ચાલો, દહેરાના શિખરને તોડી નાખીએ. શિખરને તોડયું પણ તેમાંથી કાંઈ મળ્યું નહિ. અત્યાર સુધી તો તે બહુ જ આનંદમાં હતો કે મારા પિતાની મૂકેલ પચાસ લાખ સોનામહોર (નિધાન) મળશે, પણ હવે તો તેને મૂંઝવણ થઈ. પછી પોતાના પિતાનો એક મિત્ર હયાત હતો તેની પાસે ગયો અને ચોપડા બતાવ્યા. તેણે બધી સમજણ પાડી કે જો ભાઈ ! આમાં લખ્યું છે તેનો આશય એ છે કે ચૈત્ર સુદ ૮ના આઠ વાગ્યે સૂર્યની છાયામાં દેવળના ઇંડાનો પડછાયો તારા ઘરની આથમણી દિશામાં જે સ્થળે પડે છે, તે સ્થળે આઠ હાથ ખોદી લો. હવે એ જ પ્રમાણે ખોદી જોયું તો તેને નિધાનની પ્રાપ્તિ થઈ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા એમ શ્રીમદે કહ્યું છે કે આત્માનું નિધાન કેમ ઊઘડે તે શાસ્ત્રમાં લખ્યું છે, પણ જડભાવમાંથી આત્માને ગોતવા જાય તો નહિ મળે. શાસ્ત્રમાં જે નિમિત્તનાં વાક્યો છે તેની પાછળ (આશય ) જે ૫૨માર્થ છે તે જ સાચો છે, માટે વ્યવહા૨વચન પાછળ જે ૫રમાર્થ હોય તે સમજી લેવો. શાસ્ત્રમાં નિશ્ચય અને વ્યવહારનાં બન્ને કથન હોય પણ કયા વચનો, કઈ અપેક્ષાએ, કેમ છે તે સમજણની કળા વિના ગમે તેટલા શાસ્ત્રો ભણ્યો હોય, છતાં તે મિથ્યા છે. જીવ અનંતવા૨ નવ પૂર્વ ભણ્યો અને જિનેશ્વરના વચન મુજબ દેહનું ચારિત્ર પાળ્યું, છતાં આત્મગુણનો એક અંશ પણ ન ઊઘડયો. ૫૨ોક્ષ જિનેશ્વર સર્વજ્ઞ પિતા વર્તમાનમાં નથી, માટે તેમનો વારસો મેળવવાની રીત પ્રાસ ક૨વા માટે તેમની ઓળખાણવાળા પ્રત્યક્ષ સદ્ગુરુનો આશ્રય ક૨વો પડશે. પેલો પોતાના મિત્રનો ઉ૫કા૨ માને કે તમે જ મારા પિતાની મૂડી (નિધાન) મને આપી, મને લક્ષ્મીવાળો કર્યો. ( જોકે તે તો પુણ્યને લઈને મળ્યું છે, પરંતુ ખાનદાન હોય તે વિવેક કેમ ભૂલે ? ) આગળ આવશે કે હે સદ્ગુરુ! આપે જ મને આત્મા આપ્યો. સાધકને-આત્માર્થીને અનાદિ મિથ્યાત્વ ભ્રાંતિનું શલ્ય જેના નિમિત્તથી ટળ્યું તે જોકે પોતાના પ્રયત્નથી, સમજણથી ટળ્યું છે, છતાં નિર્માનપણે સદ્ગુરુનું બહુમાન કરે છે. અહીં આ ગાથામાં એ જ કહેવું છે કે આત્મભ્રાંતિના છેદક પ્રત્યક્ષ સદ્ગુરુનો સમાગમ છે અને તેમાં પરોક્ષ જિનેશ્વર કરતાં મોટો ઉ૫કા૨ સમાય છે. એમ જે ન જાણે એટલે પ્રત્યક્ષ ૫૨મ ઉપકારીને ન જાણે અને બહુમાન-આદર ન કરે તેને સમ્યક્ આત્માનું જ્ઞાન ક્યાંથી ઉપજે ? અહીં “ ઊગે ” શબ્દ વાપર્યો છે. તેમાં એમ કહે છે કે જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુને ઓળખીને તેમનું બહુમાન આવ્યું ત્યાં સમ્યગ્દર્શનનું બીજ આત્મગુણ ઊઘડે છે, પણ તે બોધિબીજના દાતાનો અપૂર્વપણે સંગ ન કરે તો પરોક્ષ જિનેશ્વર કાંઈ તેને ઉપકારી કહેવાતા નથી. પ્રત્યક્ષ સદ્ગુરુ પણ ઉપકારી ત્યારે કહેવાય કે જ્યારે પોતે પુરુષાર્થ વડે પાત્રતાથી સદ્ગુરુને ઓળખે. રાગભાવને મારો માનવો તે જ મહા અજ્ઞાન છે. દેહને પ્રતિકૂળતા થઈને તેના દુઃખે હું દુઃખી, એમ ભાસ હોવાથી બીજાના દેહને પ્રતિકૂળતા થતાં તેની દયા ખાના૨ને પોતાને કંપારી થઈ; એ અરેરાટી કરનારે બીજાના દેહના યોગને દેહાત્મભાવે દેખીને, પોતાને દેહાત્મબુદ્ધિ હોવાથી દુઃખપણું પોતામાં ખતવી લીધું છે. આત્મજ્ઞાન વિના ક્ષણે ક્ષણે જ્ઞાનમાં ઊંધી ખતવણી થાય છે. દુઃખની વ્યાખ્યામોહ એ જ દુ:ખ છે. જેટલું સ્વરૂપનું અસાવધાનપણું તે જ દુઃખ છે અને સભ્યશ્રદ્ધા તથા સ્વરૂપનું સાવધાનપણું એ જ સુખ છે, માટે જે જીવ બીજાના દુ:ખે પોતે દયાવાળો થઈ ગયો છે તે પોતે જ્ઞાતા-દ્રષ્ટાપણું ભૂલીને દેહાત્મબુદ્ધિવાળો થઈ ગયો છે, તે જ મહા અજ્ઞાન છે; તે પોતાના ભાવની, આત્માની હિંસા છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૯૯ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯] શરીરના ફેરફારથી દુઃખ નથી, પણ માન્યતા વડે સુખ-દુઃખની કલ્પના કરે છે. જેણે દેહની પ્રતિકૂળતાએ આત્માનું દુઃખ માન્યું તેણે દેહ અને આત્મા એક જ માન્યો અને તે દુઃખની બીજો દયા ખાય છે તેણે પણ દેહ અને આત્મા એક જ માન્યા છે; કારણ સામાના શરીરમાં ફેરફાર થાય છે તે આત્મામાં થાય છે તેમ માન્યુ; તેથી તેની દયા ખાનારે ઊંધી ખતવણી કરી, જડની ક્રિયા આત્માની માની, તેને ભલે પોતાને ખબર નથી તો પણ પોતે અનંતા અજ્ઞાનમાં ટક્યો છે, તેથી રાગ-દ્વેષ અને મોહભાવ પોતામાં (જ્ઞાનમાં) કરે છે. વર્તમાનમાં સાચા તત્ત્વની વાત ચાલતી નથી, સાચી વાત તો આકરી લાગે છે, પણ સમજવું પડશે; આજ નહિ તો હજાર વર્ષ પછી, લાખ વર્ષ પછી, અનંત વર્ષ પછી કે ગમે ત્યારે પોતાનું હિત કરવું હોય, સાચું સુખ જોઈતું હોય, તેણે અહીં જે કહીએ છીએ તેમ જ યથાર્થ તત્ત્વ સમજવું પડશે. તે વિના ભવ નહિ ટળે. અહીં ભવના અભાવની વાત છે. સોભાગ્ય (ચંદ) ભાઈને શ્રીમદે કહ્યું હતું કે જો તમોને સુખ જોઈતું હોય તો અમે કહીએ તેમ કરો, સમજો, અન્યથા સુખની ઇચ્છા જ છોડી દો. લોકોને સાચું સમજવું નથી અને ખોટાને છોડવું નથી; પોતાનું ડહાપણ-સ્વછંદ છોડવા નથી. તેમને સુખ નથી જોઈતું એમ નથી, છતાં પોતાના સ્વચ્છેદે અસત્ય માન્યતા નભાવી રાખવી છે એટલે કે અવિકારી આત્મા નથી જોઈતો, સ્વાધિનતાની રુચિ નથી. શરીરને સુખદુઃખ નથી, સંયોગથી દુઃખ નથી, સુખગુણની ઊંધી દશા તે દુઃખ છે. અજ્ઞાનીને દેહમાં એકતાબુદ્ધિ છે તેથી તે દુઃખી છે. શરીરને કારણે દુઃખ વા સુખ જરાય નથી. શરીર તથા સંયોગના કારણે આત્માને દુઃખ થાય છે એમ માનવું તે અનંતો મિથ્યાત્વમય અજ્ઞાનભાવે છે. જે ભાવ રાખે અનંતકાળથી રખડવું થયું તે ભાવે સંસારનો-ભવભ્રમણનો અભાવ કેમ થાય તે વિચારવું. આ ગાથામાં કહ્યું કે પ્રત્યક્ષ સદ્ગુરુ જ પરમ ઉપકારી છે. પ્રમાણિકપણે ઉપકાર જાણ્યા વિના “ઊગે ન આત્મવિચાર” એમ આવ્યું. અત્રે “ઊગે” શબ્દમાં ત્રણ ન્યાય છે. (૧) પોતાની પાત્રતાથી, ગુરુવિનયથી તે તત્ત્વની પ્રતીતિ થઈ, આદર થયો, અને સાથે ગુરુનું પણ બહુમાન આવ્યું અને સાધકભાવ એટલે સ્વઆત્મબોધબીજ-સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. જે ભાવે પૂર્ણતામાંથી શુદ્ધ ગુણ ઊઘડયો તે અપ્રતિહત ભાવે કેવળજ્ઞાન લેવાનો છે એમ વર્તમાનમાં નિઃસંદેહ જાતમાંથી સાચો નિર્ણય આવે છે. (૨) આ જ સત્પરુષ જ્ઞાની છે. આત્મા આવો જ છે. એમ સહજ ભાવે આત્મબોધની વાત સાંભળી, તે પણ કારણસભ્યત્વરૂપ બોધબીજ છે. (૩) જેને આત્માર્થ સિવાય બીજું કાંઈ જોઈતું નથી, તેણે પ્રત્યક્ષ સત્પરુષનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧00] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મહિમા આણી જે બોધબીજ વાવ્યું છે તેનો પૂર્ણ વિશ્વાસ છે કે આ ઊગેલા અંકુરો ફાલશે જ. અગિયારમી ગાથાનો ગુલાંટથી અર્થ કરીએ તો એ છે કે જેણે પ્રત્યક્ષ સદ્ગનો આશ્રય કર્યો છે, વળી માને છે કે આ જ ભ્રાંતિના છેદનાર છે, એમ જાણીને વીતરાગનું લક્ષ સદ્ગુરુ સમાગમ કર્યું છે, તેનો આત્મવિચાર પ્રગટ ઉદયને પામ્યો છે, પામે છે અને પામશે. પરોક્ષ જિનેશ્વર અનંત પુરુષાર્થ યુક્ત હતા, એટલે તેમને પુરુષાર્થ કરવાનો બાકી નથી, પણ પુરુષાર્થ કરનાર વર્તમાનકાળનો પુરુષાર્થ કરે છે, તે સર્વજ્ઞને ઓળખીને જે જ્ઞાની પોતાને સમ્યક્ પુરુષાર્થ કરે છે, તે જ્ઞાની આપણી ભૂલ બતાવે છે, કારણ કે પોતાની ભૂલ સદ્ગના સમાગમ વિના બીજા બતાવી ન શકે. જેને વર્તમાન પ્રત્યક્ષ સદ્ગુરુ ઉપર વિશ્વાસ આવ્યો છે તે, “પુરુષપ્રમાણે વચન પ્રમાણ” એ સિદ્ધાંતને સ્વીકારે છે અને તેથી તેને નિઃશંક શ્રદ્ધા છે કે અમારું કાર્ય પુરુષાર્થ વડે નિઃશંકપણે ફળવાનું છે, પણ જેને પ્રત્યક્ષ ધર્માત્મા ઉપર વિશ્વાસ આવ્યો નહિ, પણ પરોક્ષ જિનવચનો ઉપર આધાર રાખ્યો તેને પરાધીનપણું અને શંકાપણું મૂળમાં જ આવ્યું, કારણ કે પોતાનો પુરુષાર્થ ફળવાન છે કે નહિ તેની ખાતરી પોતાને નથી. પ્રત્યક્ષ સદ્ગુરુ પોતાના નિમિત્તે કોઈને પરાવલંબી થવા દેતા નથી. સત્સમાગમનું પ્રત્યક્ષ ફળ સાધકને (મુમુક્ષુને) પોતા વડ દેખાય છે તેથી શંકા પડતી નથી. નિત્યનું ઊગવું નિત્યપણે ટકી રહે છે. શુભભાવ-વિભાવભાવ જે અનિત્ય છે તેનું ટકવું પરને કારણે છે. આત્મજ્ઞાન વિના અયથાર્થ વિચારનું ઊગવું થાય છે, કારણ કે તે પરથી ઊગ્યો છે; તે સદ્ગુરુના લશે અને સ્વાશ્રયના ભાનથી જાગ્યો નથી. હું મારાથી જ છું, મારું પૂર્ણ પદ ઊઘડે તે મારાથી જ છે, એમ પડકાર કોણ આપશે ? - જેને અંતરમાં સમ્યક્ ફુરણા ઊગે તેને બીજે પૂછવા જવું નહિ પડે. પાત્રતા, સમજણ, ગુરુગમ અને સત્સમાગમ વિના શાસ્ત્રો વાંચે, વિચારે તે વૃથા છે. સ્વચ્છંદમાં રહીને સાધકપણું માને, પછી ધ્યાન કરે, આંખ બંધ કરે તો ઝોલાં આવે, આત્માના વિકલ્પ કરે તો રાગનો કર્તા થઈ રાગમાં ટકે અને રાગમાં પરિણમે. ધ્યાન કરે તો તરંગ થઈ આવે, મનને સ્થિર કરે તો જડ જેવો થઈ જાય, એમ બધુંએ ઊંધું થાય. આ સ્વછંદ ટાળવા માટે વર્તમાન પુરુષાર્થમાં સ્થિતિ જેને છે એવા સપુરુષ એ જ બળવાન ઉપકારી નિમિત્ત છે. તેનું લક્ષ નહિ કરતાં પરોક્ષ જિનેશ્વરનો ઉપકાર મેં જાણ્યો છે એવું માનવું તે સમજણની ભૂલ છે. પ્રત્યક્ષ સદ્ગુરુ જ આત્મભ્રાંતિના છેદક છે. તેમને જાણી, તેમની પ્રતીતિથી તથા પોતાની પાત્રતાથી બોધબીજ ઊગે છે. સાધકનો પુરુષાર્થ શું? સાધકનો વ્યવહાર શું? તે ભૂમિકાના અંતરંગ પરિણામ શું? તેના પુરુષાર્થનો અંશ પણ જાણ્યા વિના અનંત Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧] [ ૧૦૧ પુરુષાર્થની અને પરોક્ષ જિન વીતરાગની ખબર કયાંથી પડે? સ્વચ્છંદી પુરુષને સાચા પુરુષાર્થની હાજરી નથી, સપુરુષ પ્રત્યે પ્રેમ નથી. પ્રશ્ન :- સદ્ગુરુ તો પર છે, નિમિત્ત છે, તેના ઉપર આટલો બધો આધાર શો અને તેમનો ઉપકાર માનવાનું કારણ શું? ઉત્તર :- ભાઈ રે ! આત્માને સમજનાર મુમુક્ષુ જેના નિમિત્તથી સમજ્યો તેના પ્રત્યે વિનય હોય છે. નિમિત્ત જેમ છે તેમ સમજીને, સ્વચ્છેદ ટાળીને, જે નિમિત્તના ઉપકારનો સ્વીકાર કરે છે, તે ખરી રીતે પોતાના ઉપકારનો સ્વીકાર કરે છે. એવો સજ્જન પુરુષોનો વ્યવહાર છે. પોતાનો ગુણ ઊઘડે તેને સમજાવનાર પ્રત્યે ઉપકારીપણાની બહુમાનદૃષ્ટિ ન આવે તો તે સમજ્યો જ નથી. જ્યાં સભ્ય વિનય ઊઘડયો-જ્યાં અકષાયભાવ ઊગ્યો, ત્યાં અહંપણું કેમ રહે? વિનયવંત ઉપકારીનો ઉપકાર ગાયા વિના ન રહે. પોતે જાણે છે કે મારી પાત્રતાથી સમજ્યો છું, પણ તેમાં જે ઇષ્ટ નિમિત્ત છે તેમના ગુણનું બહુમાન આવ્યા વગર રહેતું નથી. આંબો ફળે નમતો જાય, તેમ આત્માનો ગુણ ઊઘડ્યો તે સ્વચ્છેદના અભાવરૂપ ઉપકારીનો વિનય કરે જ કરે. ચાર જ્ઞાનના ધણી ગણધર મુનિ તે જ ભવે મોક્ષ જવાના છે, છતાં અહો! પ્રભુ! ધન્ય ધન્ય! આપનો અનંત ઉપકાર છે, અપૂર્વ વચન, ધન્ય વચન ! પોતે પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી જે પોતાથી અધિક ગુણવંત સદ્ગુરુ છે, તેમનો વિનય શિષ્યને થયા વિના રહે નહિ. તે વિનય-ભક્તિ પોતાના હિત માટે છે. સાધક દશામાં શુભ વિકલ્પ આવ્યા વિના રહે નહિ. પૂર્ણ સ્થિરતા થાય ત્યાં તથા નિર્વિકલ્પ દશામાં સ્થિત થાય છે, ત્યાં તો વંદ્યવંદકભાવ પણ નથી, પણ સાધક દશા છે ત્યાં સુધી સદ્ગનો વિનય, આદર બીજા જ્ઞાની સાધક પણ કરે છે, “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ.” એકાન્ત પકડવાનું નથી, પણ જેમ છે તેમ જાણવાનું છે. ખાનદાન પુત્ર તેના બાપને એમ ન કહે કે તમને અમારા ઉપર રાગ હતો એટલે પાળી-પોષીને મોટા કર્યા છે, માટે અમારે તમારો વિનય કરવો નથી. સપુરુષનો વિનય તે પરમાર્થે નિજગુણનો વિનય છે. પ્રત્યક્ષ સદ્ગના ઉપકારમાં પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીનો, ત્રણે કાળના જ્ઞાનનો ઉપકાર સમાઈ જાય છે. [ તા.૪-૧૦-૩૯] આત્માનો અણઅભ્યાસેલો લોકોત્તર શુદ્ધાત્મપરિણતિનો માર્ગ પોતાને પ્રાપ્ત નથી અને પરોક્ષ જિનનો માત્ર કથનમાં ઉપકાર ગાયા કરે અથવા શુભ મનજોગથી વિચાર કર્યા કરે તેનાથી કંઈ સમ્યક્ આત્મવિચાર ન ઊગે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨]. [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અનંતકાળમાં જે માન્યું છે તે આત્મવિચાર ન કહેવાય, અપૂર્વતા ન કહેવાય. જ્ઞાતાનું રાગરહિત જે અરાગીપણું છે, એ સ્વાધીન તત્ત્વસ્વરૂપને રાગની રુચિ રહિત થઈને જે વિચાર્યું તે જ વાસ્તવિક આત્મવિચાર છે. વિચારવું તો મતિજ્ઞાનનો ભેદ છે. અવગ્રહ એટલે જ્ઞાનવડે પદાર્થનો બોધ થવો, પછી ઇહા–તેનો વિચાર, પછી અવાય-નિર્ણય અને ધારણા ચોક્કસ ધારી રાખવું. | ગુજ્ઞાનપણે જ્ઞાનનો વ્યાપાર પ૨૫દાર્થ સંબંધી અનંતકાળથી કર્યો છે, પણ તે પરભાવમાં સ્થિતપણારૂપ ભૂલ ટાળીને, વિપરીત અભિપ્રાય છોડીને શુદ્ધ આત્મતત્ત્વનો વિચાર કરવો તે આત્મવિચાર છે; માટે પૂર્વે થઈ ગયેલા અનંત પુરુષાર્થવાળા શ્રીમદ્ ભગવંતો કોણ હતા, તેનું વાસ્તવિક શુદ્ધ આત્મસ્વરૂપ અને વીર્ય તે શું? એની ખબર વિના એનું લક્ષ કર્યા કરે; એના ગુણ સમજ્યા વિના, સત્સમાગમ વિના રાગ વડે વીતરાગનાં ગાણાં ગાયા કરે પણ પ્રત્યક્ષ સગુરુનું લક્ષ, પરિચય ન કરે તો તેને આત્મવિચાર ક્યાંથી ઊગશે? ૧૧. વર્તમાન પુરુષાર્થનું અપૂર્વપણું, સ્વરૂપસ્થિતિ જેમને વર્તે છે એવા સદ્દગુરુના ઉપદેશ વિના જિનસ્વરૂપ સમજાય નહિ એમ હવે કહે છે: સદ્દગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યાવણ ઉપકાર શો ? સમયે જિનસ્વરૂપ. ૧૨ એ સિદ્ધાંત કહ્યો તેનો હેતુ એ છે કે ધર્માત્મા જ્ઞાનીના ઉપદેશ વિના પૂર્ણ વીતરાગ સ્વરૂપનું શુદ્ધ આત્મસ્વરૂપ જેમ છે તેમ સમજાય નહિ. સગુરુના ઉપદેશ વિના પોતાના સ્વચ્છેદે પોતાની મતિકલ્પનાથી, શાસ્ત્રઆધારે અલૌકિક પરમ સ્વરૂપને જેમતેમ ધારી લેવું અને કહેવું કે તીર્થકર ભગવાને અનંત ઉપકાર કર્યો છે, અમે તે વીતરાગ પ્રભુની આજ્ઞા પાળીએ છીએ, એમ કલ્પનામાં રાગ વડે પરોક્ષનું લક્ષ કરે છે, પણ પ્રત્યક્ષ સગુરુનું લક્ષ નથી; તેથી જિનસ્વરૂપ સમજ્યા વિના તું માને કે અમે સમજ્યા છીએ, એ વચન દોષવાળું છે. સમજ્યા વિના ઉપકાર કોનો? જ્ઞાનીએ કહ્યું છે કાંઈ અને તું સમજે છે કાંઈ. અનંત કાળથી અણસમજણે તારો સ્વકાળ, પરભાવપણેઅજ્ઞાનપણે ચાલ્યો આવ્યો છે. રાગને પેદા કરે-રાખે તેને આત્મા કહ્યો નથી. આત્મા સુખસ્વરૂપ, આનંદમય, અકષાયભાવે છે. તેનું અનંત કાળમાં જાણપણું થયું નથી, એટલે અણસમજણભાવે તારો કાળ ગયો છે, માટે પ્રત્યક્ષ સદ્ગુરુ વિના તારું આત્મસ્વરૂપ તારા સ્વચ્છેદે નહિ ટળે. અનાદિથી પ૨પરિણતિનો અભ્યાસ અને દેહાધ્યાસ છે એટલે જેને જે ગોઠે છે (ગમે છે ) તે શાસ્ત્રને, ન્યાયને, શ્રવણને જેમ ફાવે તેમ ખતવી દેશે; માટે “સદ્ગુરુના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨] [૧૦૩ ઉપદેશ વણ સમજાય ન જિનરૂપ,” તેમાં જેને પ્રત્યક્ષ સદ્ગુરુનું બહુમાન નથી, તેને લક્ષ અને પ્રતીત નથી. આત્માર્થની પ્રાતિથી શૂન્ય એવી સોબત તને મળી જશે, તો તને ગમતી વાત ત્યાંથી મળી રહેશે. જે પોતાથી અજાણ છે, અણસમજ્યો રખડ્યો અને એ જ ભાવે વીતરાગના ગુણ ગાય છે, પણ વીતરાગે પરમાર્થ શું કહ્યો છે તે સમજ્યા વિના તે ઉપકાર ગણાય નહિ. અણસમજણથી તું તારી ઊંધી દષ્ટિ વડે અનંત જ્ઞાની-સર્વજ્ઞનું એક અંશે પણ માપ કાઢી શકે નહિ. સ્વચ્છંદતાથી સમજવા માગે તો સમજી શકે નહિ. શુભક્રિયા, શુભભાવ તો મોહકર્મના ઉદયવાળો રાગ છે, તેનાથી અરાગી, નિર્મળ આત્મા કેમ પ્રગટે? ન જ પ્રગટે. દેવ, ગુરુ, ઘર્મ પણ વીતરાગ છે. તે રાગ વડે તેમ જણાય? માટે કહે છે કે “સમજ્યા વણ ઉપકાર શો? સમયે જિનસ્વરૂપ.” તું જો સમજે તો તારું વીતરાગસ્વરૂપ તારાથી પ્રગટે. અકષાયભાવની રુચિ થયે, સમજનારનો આત્મા પરિણામે જિનદશાને પામે. અંતરસ્વભાવે સ્વાધીન તત્ત્વ જેમ છે તેમ સમજ્ય ગુણ થાય. પ્રથમ શબ્દો ધારી રાખ્યા હતા, તેને બદલે અભૂતપણે અંતરસ્વભાવ ભણી સાચી દૃષ્ટિ કરી જ્ઞાનની પ્રત્યક્ષ પ્રતીતિ વડે સ્વઆત્મા ભણી આદર થયો, તેથી પોતાના અતીન્દ્રિય પુરુષાર્થના પરિણામે પોતે જિન એટલે વીતરાગદશાને પામે છે. માટે ગુરુગમ અને પ્રત્યક્ષ જ્ઞાની વિના શાસ્ત્રોના ઊંડા ન્યાયની ગૂંચ સ્વચ્છેદે ન ઊકલે. ભગવતી સૂત્રમાં ૧ આયારંભી, ર પરારંભી, ૩ તદુભયારંભી, ૪ અનારંભી- અમે ચાર બોલ વિષે પ્રથમ સંપ્રદાયમાં ચર્ચા થતી હતી. તેનો તે ઉપદેશકો ખોટો અર્થ કરતા હતા. લોકોમાં (સંપ્રદાયમાં) ચાલતું કે અશુભ જોગ એટલે આયારંભી, પરારંભી અને તદુભયારંભી, તથા શુભજોગ એટલે અમારંભી, શ્રીમદ્ પાસે તે પ્રશ્ન થયો ત્યારે તેમણે જેમ છે તેમ ખરો ન્યાય કહી દીધો હતો, એટલે કે શુદ્ધભાવને અનારંભી કહ્યો હતો; પણ ખોટા આગ્રહી ન સમજી શકે. ઘણા લોકો શુભજોગને સંવર-નિર્જરા માને અને કહે કે બસ, ભગવાને કહ્યું છે કે અનારંભી તે જ્ઞાની, અને આપણે પાપ નથી કરતા, માટે શુભજોગ તે અનારંભીપણું-ધર્મીપણું છે. આનો અર્થ શ્રીમદે વિચક્ષણતાથી કર્યો હતો કે આ સ્થાને શુભ એટલે આત્માનો સ્વાભાવિક સહજભાવ છે; તે પવિત્ર પારિણામિકભાવ છે; એમ કહીને શુભને અનારંભી એ અપેક્ષાએ કહ્યો હતો, કારણ કે આધ્યાત્મિક ભાષામાં શુદ્ધને પવિત્ર-શુભ કહ્યો છે અને પુણ્ય-પાપરહિત શુદ્ધ પારિણામિકભાવે આત્મા જ્ઞાતા, અક્રિય, સિદ્ધ ભગવાન જેવો છે, તે પારિણામિકભાવને અનારંભી સ્વભાવ માનવો-તેને અહીં શુભ કહ્યો છે. આ તત્ત્વની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સાચી દષ્ટિ છે. એમ સાચો ન્યાય સમજ્યા વિના લોકો મન, વાણી, દેહના શુભ રાગને જ ધર્મ માને છે. આત્માના શુદ્ધ સ્વભાવને જે અશુદ્ધ કરે, તે રાગને શુભ (ઉપાદેય) કેમ કહેવાય? ઘણા જીવો સમજ્યા વિના શાસ્ત્રના ન્યાયવિરુદ્ધ ઊંધા અર્થ કરે છે. પાપપરિણામ ન કરવા, પણ પુણ્યપરિણામ તો કરવા જેવા છે; શુભરાગથી સંવર, નિર્જરા, ધર્મ થાય, અનારંભીપણું થાય, એમ માને અને કહે કે અમે વીતરાગની આજ્ઞા માનીએ છીએ. એમ વીતરાગના નામે ઊંધા ગાણા ગાય છે એ રાગની ભક્તિ કરે છે, મોહભાવને અજાણપણે શુદ્ધભાવ માની બેસે છે. અજાણપણું એ જ ભૂલ છે. ભૂલ એટલે અજ્ઞાન, અજ્ઞાન તે બચાવ નથી. વીતરાગ ભગવંતોએ આત્મસ્વરૂપ પ્રગટ થવાની શુદ્ધ પારિણામિક સ્વાભાવિક દશાને અનારંભી દશા એટલે પુણ્ય-પાપ રહિત શુભાશુભ રાગ વિનાની શુદ્ધ પારિણામિકદશા કહી છે. આમ શાસ્ત્રોના અનેક ગૂઢ અર્થ ન્યાયસહિત સમજ્યા વિના સાચો ઉપકાર કેમ થાય ? વીતરાગે “શુભ' ભાવને તે સ્થાને અનારંભી કહ્યો છે તે અધ્યાત્મષ્ટિથી કહ્યો છે. તેને બદલે લોકો વીતરાગના નામે મફતમાં સોંઘું લઈ બેઠા છે કે શુભજોગથી ચારિત્ર અને નિર્જરા થાય છે. આપણે ત્યાગી છીએ, ચારિત્રવાળા છીએ; પણ એ શુભરાગ ક્યાંથી ઉત્પન્ન થાય છે તેની ખબર નથી, શુભ પરિણામ તે મનના સંબંધનો રાગ છે, તે શુભરાગ-પુણ્યપરિણામ ઔદયિક ભાવ છે, મોહકર્મનું ફળ છે, વિકારી ભાવ છે, આત્માનો ભાવ નથી. તેને સમજ્યા વિના તે શુભ રાગને પુણ્ય પરિણામને ધર્મ માને, ચારિત્ર માને તે પ્રત્યક્ષ મિથ્યાભાવ છે.-આમ જ્ઞાનીગુરુના આશ્રયે વીતરાગનાં શાસ્ત્રો સમજ્યા વિના જીવને શો ઉપકાર થાય? એ માટે વારંવાર શ્રીમદે કહ્યું છે કે સ્વચ્છંદ, માન અને મતવાળાને આત્મસ્વરૂપમાં સ્થિર થવાનાં ટાણા (વખત) મળતાં નથી. માટે પ્રત્યક્ષ સદ્ગુરુનું માહાભ્ય કહ્યું છેઃ સદગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ, તો તે પામે જિનદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગૂંજ્ય. માટે કહ્યું કે વીતરાગસ્વરૂપ શું છે અને તેમનાં વચનનો આશય શું છે તે ગુરુ સમીપે, ગુરુગમે સમજ્યા વિના શો ઉપકાર થાય? માટે સદગુરુના ઉપદેશથી જે સર્વજ્ઞ પૂર્ણ વીતરાગ થઈ ગયા તેમનું સ્વરૂપ સમજે તે પોતાના સ્વરૂપની દશાને પામે. કેમ કે શુદ્ધ આત્મપણું એ જ જિનનું સ્વરૂપ છે. શક્તિરૂપે તો સર્વ જીવ સિદ્ધ સમાન છે, પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨] [ ૧૦૫ જે સમજે તે જ પ્રગટ જિનેશ્વર થાય. તે સદગુરુના ઉપદેશ વિના અને પોતાની પાત્રતા વિના સમજાય નહિ, માટે તે સદ્ગ જિનને જાણનાર વર્તમાન પુરુષાર્થ સહિત શ્રીગુના ભાવવચન વડે મુમુક્ષુ જીવને નિજપદ સમજાય છે. જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણું. જિનપદને પરમાર્થે નિજપદ કહ્યું છે. માટે જે યથાર્થપણે તત્વસ્વરૂપ ગુરૂગમે સમજે તે પોતાની સ્વાભાવિક શુદ્ધ દશાને પામે. શુદ્ધ પવિત્ર વીતરાગદશા શ્રીજિનનું સ્વરૂપ છે, તેને પોતાની પાત્રતા વડે દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જે જાણે છે તે નિશ્ચયથી પોતાનું આત્મપદ જાણે છે. જેવું રાગ, દ્વેષ, અજ્ઞાન રહિત જિનનું સ્વરૂપ છે, તેવું પદ શક્તિરૂપે સદાય સર્વ જીવોનું છે. તે શ્રી સદ્ગુરુ પાસેથી સમજીને યથાર્થપણે ગ્રહણ કરે તો મુમુક્ષુને જેમ છે તેમ સમજાય છે, માટે શાસ્ત્રમાં ગુરુ આજ્ઞાનું માહાભ્ય ગાયું છે. સગુરુનો મહિમા, મહામાન અને આદર તે નિશ્ચયથી પોતાના ગુણનો આદર છે. એક વખત દાંત કહ્યું કે મા-બાપ, શેઠ અને ગુરુ ત્રણેનો બદલો લૌકિક ઉપકારથી ન વળે પણ પરમાર્થ પદ પમાડવાથી જ વળે છે. ખાનદાન, વિનયવંત એમ ન બોલે કે અમારાં પુણ્ય હતાં અને તમારો સ્વાર્થ હતો માટે તમે અમને સુખ-સગવડ આપી, પાળીપોષીને મોટા કર્યા, એમાં તમારો ઉપકાર શેનો? એમ ખાનદાનના સુપુત્ર ન કહે. અહીં એમ કહેવું છે કે મા બાપને ધર્મ કોણ પમાડે? પોતે ધર્મ પામે ત્યારે ને? ખાનદાન પુત્રની ફરજ છે કે તે માતા-પિતાને ધર્મ પમાડે. એમ શેઠે પ્રથમ ઉપકાર કર્યો હોય તેનો બદલો આપનાર નોકરથી લૌકિક લાભનો બદલો લૌકિકપણે કદી વળે નહીં પણ લોકોત્તર લાભથી તે બદલો વળે. પોતે ધર્મ પામે તો તે માતા-પિતા તથા શેઠને આત્મધર્મ પમાડી પરમ સંતોષ પમાડી શકે. એમ શ્રી સદ્ગુરુ પાસેથી પોતે આત્મધર્મ સમજ્યો છે તેમના ઉપકારનો બદલો વાળવાનો પ્રસંગ ન ભૂલે. ૧૨. હવે કહે છે કે જ્યાં પ્રત્યક્ષ સદ્ગરનો યોગ ન હોય ત્યાં શું કરવું? તે માટે કહે છે કે શાસ્ત્રો સુપાત્ર જીવને આધાર આપે છે, તે શાસ્ત્રો કેવાં પ્રમાણિક હોવાં જોઈએ; કોણ વાંચી શકે, કેવી રીતે વાંચે, કેવો આદર હોય? વગેરે વિધિ-નિષેધથી સમજાવે છે. આત્માદિ અસ્તિત્વના, જેઠ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩. સર્વજ્ઞ જિનેશ્વરપ્રણીત આગમશાસ્ત્ર જે સુપાત્ર જીવ હોય તેને આધાર થાય છે, પણ તે પ્રત્યક્ષ ભ્રાંતિનું છેદક નથી, પણ જે જીવ આત્માર્થી છે, તીવ્ર આત્માર્થનો કામી છે તથા સદ્ગુરુની આજ્ઞા શિરસાવંધે રાખી વર્તે છે, ગુરુના વિરહમાં ગુરૂઆશા હૃદયમાં રાખે છે તેને સુપાત્ર કહ્યા છે. આ ગાળામાં પ્રમાણિક શાસ્ત્રોની વ્યાખ્યા કહી છે. આત્મા છે, તે સિવાય જડ પદાર્થોનું હોવાપણું છે, તે સત્ એટલે ત્રિકાળ છે. યથાર્થ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પણે સનાતન બે પદાર્થો અને તેનું હોવાપણું અનાદિઅનંતપણે છે. પરલોક છે, સંયોગ-વિયોગ પણ છે અને તે જડ તત્ત્વથી જુદાપણું છે. તેમ જ મોક્ષસ્વરૂપ મુક્તદશા પણ છે. એ બેના સંયોગે જીવથી વર્તમાન દશામાં ભૂલ પણ છે. એ રાગી–ષીપણું પરના નિમિત્તે છે. કોઈ તત્ત્વ પોતાના કારણે અશુદ્ધ દશામાં ન હોઈ શકે, માટે જીવમાં પરના નિમિત્તે અશુદ્ધ દશા છે. લોકો કહે છે કે બીજાં તત્ત્વ નથી, ભ્રાંતિ છે, પણ તેમ નથી; માટે જે શાસ્ત્રમાં જીવ, અજીવ આદિ બે તત્ત્વોનું યથાર્થપણું હોય, સર્વજ્ઞ જિનેશ્વરપ્રણીત આગમશાસ્ત્રો હોય તેને પ્રમાણિક માનવાં. વળી આ લોક, પરલોક છે એટલે કે આત્માથી પરભાવરૂપ ઊંઘી માન્યતામાં ટકવાને કારણે રાગ, દ્વેષ, અજ્ઞાનમય જડભાવના અધ્યવસાયના કારણે વિચિત્ર કર્મફળ ભોગવવાનાં અનેક સ્થાનકો-પરલોકાદિક છે, પુનર્જન્મ છે અને રાગ, દ્વેષ, અજ્ઞાન રહિત શુદ્ધ દશા પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકે છે વગેરે પ્રમાણ છે. આગળ વધે તો બધું છે, તે જેમ છે તેમ જણાય છે. જે જે જીવો સ્વચ્છેદે શાસ્ત્ર વાંચે છે તે જીવો શાસ્ત્રની ભૂલવણીમાં ભૂલે છે. જેની ઓળખાણ માટે આ ગાથામાં કહેવાયું છે કે જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ ન હોય ત્યાં મુમુક્ષુ જીવે એવાં શાસ્ત્ર વાંચવા-વિચારવા કે જે સર્વજ્ઞ-વીતરાગ એટલે જેના રાગ, દ્વેષ, અજ્ઞાન સર્વથા ટળી ગયા છે અને સાધકદશામાંથી પૂર્ણ દશા પામ્યા છે તેવા પુરુષોએ પ્રરૂપેલાં હોય, પદાર્થરૂપે જગતમાં આત્મા અને જડ આદિના અસ્તિત્વનું જેમાં અવિરોધ કથન હોય તેવાં શાસ્ત્રોનો આધાર સગુરુની ગેરહાજરીમાં લેવાય છે; છતાં પ્રત્યક્ષ સદ્ગુરુ આગળ શાસ્ત્રોની તુલના નથી, શાસ્ત્રની અધિકાઈ નથી. એક શિષ્ય ૧૦૦૦ પાનાનું પુસ્તક હતું તે વાંચતો હતો; માત્ર દોઢ લીટી વાંચવી બાકી હતી, ત્યાં શ્રીગુરુએ તેને બોલાવ્યો. શિષ્ય જરા ધીરેથી અનુત્સાહપણે જવાબ આપ્યો કે આટલું પૂરું કરીને આવું છું. તેને વર્તમાન ચૈતન્યમૂર્તિ શું લાભ આપશે તેનું માહાભ્ય ન આવ્યું બસ, આ જ પોતાની મોટી ભૂલ, કારણ કે શિષ્યને એવો ભાવ આવ્યો કે આમાંથી કાંઈ જાણી લઉં. તે ભૂલને વશ પ્રત્યક્ષ ચૈતન્યરૂપ શ્રીગુરુ ભગવાન શું લાભ આપશે તેનું લક્ષ ન રહેતાં તેને દોઢ લીટીનું લક્ષ રહી ગયું, તેથી પરમાર્થે પોતાના સ્વરૂપલાભની તેને અસાવધાની છે. અક્ષરમાંથી જ્ઞાન નથી આવતું એવું ભાન હોત તો વિલંબ કર્યા વિના હોંશથી તરત જ “જી પ્રભુ” કહીને ઊભો થાત. તેમ ઘણા જીવો, સસ્વરૂપ સત્પરુષ જે જાગતી જ્યોત વર્તમાન પુરુષાર્થવાળા છે તેમનું, પરમ ઉપકારી લક્ષ ચૂકીને પર નિમિત્તમાં અટકે અને સ્વસ્વરૂપની સાવધાની, ગુરુ આજ્ઞાની જવાબદારીનું ભાન ન રાખે તો તેને આત્મસ્વરૂપની પારિણામિક દશાની પ્રાપ્તિ કેમ થાય? માટે સત્પરુષનો મહિમા, ભક્તિ, વિનય આદિનું વર્ણન શાસ્ત્રોમાં ઘણું આવે છે. અહીં તો પ્રત્યક્ષ સત્પરુષનો અમુક કાળ વિરહ જેને હોય તે મુમુક્ષુએ કયા શાસ્ત્રો વાંચવા તે વિષય છે. આગળ કહેવાયું છે કે આત્મા સસ્વરૂપ એકલો સ્વાધીન છે, છે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩] [૧૦૭ તે નિત્ય છે, છે તે પ૨૫ણે નથી, પરભાવે, રાગભાવે નથી,-એ આદિ અવિરોધી ન્યાયકથન જેને વિષે છે એવાં શાસ્ત્રો જીવને ત્યારે ઉપકારી છે કે જ્યારે પ્રત્યક્ષ સત્પરુષનું નિમિત્ત ન હોય. આવે પ્રસંગે પોતાની પાત્રતામાં-યોગ્યતામાં સુશાસ્ત્ર નિમિત્ત છે, પણ ૧૧મી ગાથામાં કહ્યું તેમ કોઈ મોહી જીવ પ્રત્યક્ષ ઊઘડેલા પુરુષાર્થવાળા શ્રીગુરુનો ઉપેક્ષક થઈને પાનામાં રોકાય તો તેને આત્માની યથાર્થ રુચિ નથી; ચૈતન્યનો જે આદર જોઈએ તેને બદલે (નિશ્ચયથી પોતાનો આદર છે તે ભૂલ્યો છે.) તેને જડનો આદર છે-રાગનો આદર છે, તેથી તે રાગની ભક્તિ કરે છે. આત્માર્થી લાયક જીવ પુરુષના વિરહમાં એમ ચિંતવે કે પ્રત્યક્ષ સત્પરુષનો જોગ ક્યારે મળે? એ અપૂર્વ અવસરની ભાવના ભાવતો વર્તમાનમાં સર્વજ્ઞ કથિત શાસ્ત્રોને સદ્ગની હયાતી ન હોય, ત્યારે આજ્ઞા સમજી વિવેક સહિત સાચા સુખનો કામી અવિરોધપણે તત્ત્વસાધન કરે છે. સુપાત્ર જીવને સશાસ્ત્રનો આધાર એ માટે કહ્યો કે તેના નિમિત્તે જીવ પુરુષાર્થ સાધે છે. વળી તે વિચારે છે કે આ કથનમાં વસ્તુ ભાવસ્વરૂપે છે, નામપણે છે, સ્થાપના નિક્ષેપે છે કે દ્રવ્યનિક્ષેપે છે? જે જે નયે જે જે પ્રમાણથી, નિશ્ચય-વ્યવહારથી, પરમાર્થથી જે ન્યાય, જ્યાં જ્યાં યોગ્ય છે તે તે યથાસ્થાને સમજે. આત્મા કેવળ શુદ્ધ જ છે એમ પણ નહિ. દ્રવ્યસ્વભાવે શુદ્ધપણું અને પર્યાયે અશુદ્ધપણું જાણે, અશુદ્ધપણું ટાળવા પરમાર્થ કરે અને રાગ ટાળીને જ્ઞાનદશાનો પુરુષાર્થ વધારવાનું પ્રયોજન સાધે. અભેદ દશામાં ન પહોંચે ત્યાં સુધી શાસ્ત્રઅભ્યાસ, સ્વાધ્યાય આદિ કરે. લક્ષણ, પ્રમાણ, નય, નિક્ષેપ એ આત્માનો નિર્ણય કરવામાં તથા સાધકદશામાં જ્ઞાનની વિશેષ નિર્મળતાનાં સાધનો છે, પણ તેનો આધાર સદ્ગુરુ પ્રત્યક્ષ ન હોય એટલા પૂરતો જાણીને તે અપેક્ષાએ આદર હોવો જોઈએ. ધર્માત્માએ શ્રુતભક્તિ કરવી તેમાં શાસ્ત્રાદિનું બહુમાન કરવા કહ્યું છે, કારણ કે તે શાસ્ત્રો સપદપ્રરૂપણાનો આધાર છે, તેમાં “ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત સત્'અસ્તિપદને પ્રરૂપક યથાર્થ તત્ત્વનું નિરૂપણ છે. તે એમ પ્રરૂપે છે કે આત્મા છે, છે તે પરપણે નથી, પણ છે તે સ્વપણે છે. તે જ સ્વથી ટકીને બદલે છે. શિષ્ય જે ભૂમિકાએ ઊભો છે તે સંસદશા પલટીને મુક્તદશા કરવી છે, માટે શાસ્ત્ર શું પ્રયોજનવાન છે? તે પ્રત્યક્ષ સદ્ગુરુ હોય તો સમજાવે અને ભૂલદશા પલટાવીને ભૂલ સુધારે. ઘણા જીવો વાંચે છે પણ પોતામાં કેવી પાત્રતા જોઈએ અને સમજણની કળા શી રીતે છે એનો અનુભવ જોઈએ, તે તેમને હોતો નથી. શ્રીમદે પણ કહ્યું છે કે પ્રત્યક્ષ જ્ઞાની સન્મુખે સમજતાં જીવ પોતાની અણસમજણનાં દોષો જેમ છે તેમ સમજી શકે છે. જે શાસ્ત્ર યથાર્થ તત્ત્વનું નિરૂપણ કરે છે, તે શાસ્ત્ર સુપાત્ર જીવને લાભનું નિમિત્ત છે. દૃષ્ટિની ભૂલ ગયા પછી ગમે તે શબ્દ કે શાસ્ત્ર પ્રાયઃ અહિતનું કારણ થતાં નથી, પણ જેને સાચી દૃષ્ટિ થઈ નથી તેને જ્યાં-ત્યાં શાસ્ત્રોમાં આત્મા વિષે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૮] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ભ્રમણા થાય છે, માટે અપરિપકવ વિચારવાળાએ તો સત્ શાસ્ત્રો જ અવલોકવાં. અહીં સુપાત્ર જીવને શાસ્ત્રો આધારરૂપ કહ્યાં છે, પણ પ્રત્યક્ષ સદ્ગુરુનો મહિમા માથે ચડાવે તો તે આધારરૂપ છે. અહીં આધારની વાત કરી તે પણ ઉપચારથી છે. ખરી રીતે આધાર તો ધ્યેય-આખો આત્મા છે ને તેના તરફનું વલણ છે. સંસારની ઇચ્છા-સંસારભાવ છોડીને નિત્ય વિચારણા અને તત્ત્વસ્વરૂપનું મનન કરવા અહીં કહ્યું છે. જેનો આધાર માન્યો તેની હીણપ-અનાદર કેમ થવા દે? સંસારનો પ્રેમ ટાળીને પ્રથમ સંસાર ઉપર જે પ્રેમ હતો તેનાથી ઉત્કૃષ્ટ પ્રેમ સપુરુષ પ્રત્યે હોવો જોઈએ. એ પ્રેમ (શુભરાગ) પણ આદરણીય નથી માન્યો. ઈષ્ટ નિમિત્ત, જીવના ઉપાદાનનું વલણ જણાવે છે. સદ્ગુરુ પ્રત્યે હૃદયમાં જે ઉત્કૃષ્ટ પ્રેમ, આદર છે તે જ નિશ્ચયથી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનો પ્રેમ છે. એ કારણે શ્રી સદ્ગુરુ ભગવંત તથા તેમના ન્યાય, અધ્યાત્મ આદિ પ્રમાણિક શાસ્ત્રોનો પ્રેમ આત્માર્થીને હોય જ. ૧૩. હવે સત્પરુષોએ નિષ્કારણ કણાથી એકાન્ત આત્માના જ હિત અર્થે જે સશાસ્ત્રો રચ્યાં છે તેને કેમ અવગાડવાં તે કહે છે. તેમાં ઘણો ગંભીર અર્થ રહ્યો છે. અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪. ધર્માત્મા સગુરુએ કહ્યું કે અમુક શાસ્ત્ર વાંચ, તો તેનું ઘણું માહાભ્ય આવવું જોઈએ અને સર્વજ્ઞ ભગવાનના ન્યાયના ઊંડા ગંભીર રહસ્ય ભર્યા છે તેમાં ઊંડા ઉતરીને તે સમજવું જોઈએ. જેમ દરિયામાં મોતી લેવા માણસો ઊંડા અવગાહે છે ત્યાં મગરમચ્છ, માછલાં તથા પાણીનું તોફાન સહન કરીને પણ અંદર ડૂબકી મારે છે, તેમ શાસ્ત્રના તાત્પર્યને અવગાહે છે, તેનો અર્થ એ છે કે પરમાત્મા જે સર્વજ્ઞ વીતરાગ ભગવંતો, આચાર્ય અને ગણધરો આત્મતત્ત્વ વિષે શું કહેવા માગે છે તે પોતાના જ્ઞાન વડે સ્વાલંબનથી ગુરુ આજ્ઞાનું યથાર્થપણું સમજીને, ઊંડા ન્યાયને ગંભીરભાવે તે વિચારે છે. વિરોધી માન્યતા ટાળીને પ્રથમ જ સમજવાનું એ છે કે જીવથી શું થઈ શકે છે અને શું નથી થઈ શકતું, શું થઈ રહ્યું છે અને શું માને છે. પોતે દરેક સમયે શું સ્વરૂપે છે તેનો યથાર્થ નિર્ણય કર્યા વિના શાસ્ત્રો વાંચે, સાંભળે અને “હું સારું કરું છું” એમ માને તે બધુંય વૃથા છે. આત્મા સ્વગુણમાં બધુંય કરી શકે છે, પરંતુ સંસાર, દેહાદિ પરવસ્તુ કે પરગુણમાં (પરમાણુમાં) કોઈ પ્રકારે કંઈ પણ કદી ન કરી શકે. આ મહા નિયમ પ્રથમ સમજવો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૪] [૧૦૯ [ તા. પ-૧૦-૩૯] ૯ મી ગાથામાં સદ્ગુરુના આશ્રય વિષે કહ્યું; ૧૦ મી ગાથામાં સદ્ગુરુનાં લક્ષણ કહ્યાં; ૧૧ મી ગાથામાં કહ્યું કે પ્રત્યક્ષ સગુરુના લક્ષ વિના પરોક્ષ જિનનું સ્વરૂપ ન સમજાય અને આત્મવિચારનું યથાર્થપણું ન ઊગે; ૧૨ મી ગાથામાં કહ્યું કે સદ્ગના ઉપદેશથી જિનસ્વરૂપ સમજાય છે; ૧૩ મી ગાથામાં શાસ્ત્રનાં લક્ષણ વર્ણવ્યા કે પૂર્વાપર વિરોધ રહિત આત્મા છે અને અન્ય પદાર્થો પણ છે, અનંત જીવ અને અનંત જડ પદાર્થો છે, તેની હયાતી છે-એમ અસ્તિત્વપણું દેખાડનાર, સર્વજ્ઞ-વીતરાગનાં શાસ્ત્રો જ પ્રમાણિક હોઈ શકે. અને કહ્યું કે સદ્ગુરુનો યોગ ન હોય, ત્યાં સુપાત્ર જીવને તે શાસ્ત્ર આધારભૂત છે. ૧૪ મી ગાથામાં કહ્યું કે શિષ્યની શંકાનું સમાધાન કરવા માટે બીજા વૈરાગ્ય આદિના કોઈ ગ્રન્થો વાંચવાનું સદ્ગુરુ કહે, તો તે ગ્રથો અવગાહવા. સદ્ગએ કહ્યું હોય તેમાં શિષ્યના હિતનો હેતુ સદ્ગુરુના હૃદયમાં હોય છે. શંકા-ભૂલ ટાળવા માટે સદ્ગુરુ કયા કયા ગ્રંથ વાંચવા કહે છે, તેની પાછળ શું આશય રહ્યો છે, તે આશય સમજવા માટે, અંદર પ્રવેશ કરવા માટે શાસ્ત્રને વિશેષપણે અવગાહવા કહ્યું છે, એટલે તે ગ્રંથ અવગાહતાં પોતે કદાચ કોઈ વિરોધવાળી એકાન્ત વાતમાં રોકાયો હોય તો જ્ઞાની પુરુષનો આશય સમજી શકાય છે કે હું અમુકમાં રોકાયો હતો. સૂક્ષ્મ ભૂલ ટાળવી હોય તો, સત્સમાગમ અને વિનય સહિત શાસ્ત્રનું નિત્ય અવગાહન, વિચાર, અને ઊંડું મનન કરવું જોઈએ. ગણધર જેવા મહામુનિ-સંત જેઓ ચાર જ્ઞાનના ધણી છે, તે જ ભવે મોક્ષે જવાના છે, તેઓ પણ શાસ્ત્રો અવગાહે છે, સ્વાધ્યાય કરે છે; માટે દરેક જીવે શાસ્ત્રાભ્યાસ કેવી રીતે કરવો તે જણાવે છે. વાંચનારની ઘણી જવાબદારી છે. કેમકે ગ્રંથકાર આચાર્યનું પેટ (આશય) શું છે, આ વાચકનો વાચ્ય શું છે તેનો વિચાર ન્યાયમાં પ્રવેશ કરી સમજવાનો છે, માટે ઊંડાણમાં મધ્યસ્થપણે નિત્ય વિચારવા કહ્યું છે; પણ પોતાની મતિકલ્પનાથી સ્વચ્છેદે વાંચી જાય તેનું ફળ વિપરીત આવશે; પોતાને મનગમતી એકાન્ત વાત પકડી રાખશે અથવા તો ક્રિયાજડ થઈ જશે; અથવા શુષ્કજ્ઞાની થઈને કહેશે કે સર્વશાસ્ત્ર કહે છે કે આત્મા શુદ્ધ જ છે “શુદ્ધ, બુદ્ધ, ચૈિતન્યઘન, સ્વયંજ્યોતિ, સુખધામ.” બસ, આ સમજાઈ ગયું છે અને બંધ-મોક્ષ તો કલ્પના છે; જીવમાં ભ્રાંતિ નથી; સંસાર તો હતો જ નહિ; જડ પણ નથી અને આત્મામાં ભૂલ પણ નથી; એમ એકાન્ત પકડીને સ્વચ્છેદે પ્રવર્તે, રાગાદિ કષાયમાં-મોહાવેશમાં વર્તે અને મુખથી જ્ઞાનમાત્રના શબ્દો મન વડે ધારી રાખે કે બોલે તેને સશાસ્ત્રનું ફળ નથી. બધા જ્ઞાનીના ઉપદેશનો સાર એ છે કે નિજ શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે જ કલ્યાણ છે. આત્મા શુદ્ધ છે, પણ તે કઈ દૃષ્ટિએ છે તેની સમજણ વિના “શુદ્ધ છું’ એટલા નામમાત્રને પકડી રાખે તે તો અશુદ્ધતામાં પ્રવર્તે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૦] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જે સ્વચ્છેદ ટાળીને નિર્દોષ વીતરાગ ભગવંતોના ભાવવચનનો આશય શું છે તેને સમજે, ઊંડાણથી વિચાર અને અંદરથી સાચો ન્યાય કાઢે કે સર્વજીવો શક્તિરૂપે દ્રવ્યસ્વભાવે માત્ર શુદ્ધ છે, પણ પોતાની વર્તમાન અવસ્થા પોતાની ભૂલના કારણે મલિન છે; તે મલિનતા અને ભૂલ રહિત તદ્દન શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ જીવ યથાર્થ પુરુષાર્થથી કરી શકે છે. તે ન્યાયે એક વાત પણ યથાર્થપણે, શાસ્ત્રન્યાયને ઊંડાણથી અવગાહીને વિરોધ ટાળીને જો જીવ સમજે તો બધાય પ્રમાણિક પડખારૂપ ન્યાયની સંધિ તેને બેસતી આવશે. ઘણા જીવોને સુખ અને સત્યની તાલાવેલી છતાં, નિત્ય સહજ આનંદસ્વરૂપનો અનુભવ નથી થતો તેનું કારણ કે તેમને સ્વરૂપની ભ્રાંતિ છે. તે લોકો વિચાર્યા વિના ગોખી જાય છે. કાયમ વાંચન ચાલુ રાખે, પણ તે શબ્દનો ભાવાર્થ શું છે તેની ખબર જેને ન પડે, છતાં હાંકયે રાખે અને પોતાના સ્વચ્છંદને ઠીક માને, તેને સ્વરૂપની ભ્રાંતિ ન ટળે. વળી તે સાધુવંદનાનો આશ્રય કરતો હોય, આનુપૂર્વી ગણતો હોય, “નમો અરિહંતાણં' વગેરે ગોખી નાખતો હોય, પણ વિચારે નહિ કે હું જેનું સ્મરણ કરું છું તેનું શું સ્વરૂપ છે? તેનાથી મને શું લાભ થાય છે? હું તે રાગમાં ટક્યો છું કે શું? આ તત્ત્વ શી રીતે પ્રગટ થઈ શકે છે? મને મારી અને પરની ઓળખાણ શી રીતે છે? અપૂર્વ વસ્તુ પ્રાપ્ત કરવાની કઈ કળા છે? હું જે કરી રહ્યો છું, માની રહ્યો છું તે સત્ય છે કે કેમ? તેનો વિચાર વિવેકપૂર્વક કરતાં તેને આવડે નહિ તો તે આગળ કેમ વધશે? ક્રિયાને પોતાની કરવા માગે છે તેનો નિત્ય અભ્યાસ હોવા છતાં તેનું વર્તમાનમાં કાંઈ ફળ આવતું નથી, તો તેનું પછી ફળ કેમ આવશે? એટલે લોકો વિચારતા નથી. લોકો શ્રદ્ધાને ધર્મ કહે છે પણ શ્રદ્ધાસ્વરૂપ તો આત્મા છે અને તેનો પ્રત્યક્ષ વર્તમાનમાં પણ લાભ થઈ શકે છે. પ્રથમ બીજું કાંઈ કરીએ અને પછી આત્મજ્ઞાન ઊઘડે એમ નથી, માટે કહ્યું કે સત્ શાસ્ત્રો નિત્ય વિચારવાં, યથાર્થ ન્યાયથી અવગાડવાં, પણ કઈ શરતે કે - “કરી મતાંતર ત્યાજ' એટલે સ્વચ્છેદનો ત્યાગ કરીને, વિરોધ ટાળીને સમજવા માટે વિચારવાં. એવું ન હોવું જોઈએ કે તેનાથી હાનિ થાય કે સ્વચ્છેદ પોષાય. તત્ત્વનો અભ્યાસ અનાદિથી જીવને અજાણપણે છે. તેનો યથાર્થ નિર્ણય કરતાં વાર લાગે તેનો વાંધો નથી, પણ ખોટો નિર્ણય ન થઈ જાય તે વિચારવું અને જે સાચું છે તે સમજવું; પણ છ મહિના વિચાર કરીને ભેંસના શિંગડામાં માથું ઘાલનાર મૂર્ખ મનુષ્ય જેવું ન થવું જોઈએ. આગળ કહ્યું કે અવિરોધ તત્ત્વનિરૂપક શાસ્ત્રને યથાર્થ સમજીને શાસ્ત્રમાં પ્રવેશ કરવો. હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? તથા આજસુધી જે માન્યું છે તેનાથી જુદો પડી મધ્યસ્થપણે ન્યાયદૃષ્ટિથી વિચારે તો લાભ થાય, પણ કુળધર્મને સાર્થક કરવાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૪] [૧૧૧ હેતુએ, માન-મોટપ અર્થે વાંચે, તો તેની સફળતા ન થાય. માન મેળવવા ખાતર કે પંડિતાઈ ખાતર વાંચે તેણે શાસ્ત્રઅભ્યાસનો ભાર વૃથા ઉપાડયો છે. પોતે શાસ્ત્રઅભ્યાસ કરે છે તેમાં લોકરંજનનો હેતુ હોય અગર ઊંડાણમાં માન મેળવવાનો હેતુ હોય, છતાં પોતે માને કે હું ધર્મ કરું છું અને ધર્મની પ્રભાવનાનો મારો હેતુ છે, તો તેને પોતાને પરમાર્થ આશયનું યથાર્થ ભાન નથી, એટલે તે જે કાંઈ કરે છે તેનાથી અજ્ઞાનની પુષ્ટિ જ થાય છે. - જ્ઞાનીનાં વચન પાછળ પરમાર્થ કેમ સમજી લેવો તે વિષે ધના સાર્થવાહનું દૃષ્ટાંત છેઃએક ધન્ના સાર્થવાહ કરીને ગૃહસ્થ હતો. તેણે ઉઝિયા, ભોગવતી, રખિયા અને રોહિણી નામે પોતાની ચાર પુત્રવધૂને પાંચ પાંચ કમોદના દાણા આપ્યા અને કહ્યું કે “આ દાણા હું માગું ત્યારે આપજો.” શબ્દ ચારેયને સરખા કહ્યા, પરંતુ તેના ભાવનો અર્થ ચારેય વહુએ પોતપોતાની દૃષ્ટિએ કર્યો. તેમાં એકે તો દાણા ફેંકી દીધા, બીજી ખાઈ ગઈ. તે બન્નેએ એમ માન્યું કે જ્યારે માગશે ત્યારે ઘરમાંથી આપી દઈશું. ત્રીજીએ દાણા સાચવી રાખ્યા ને ચોથીએ સસરાનું પેટ (આશય) સમજી લેવાથી વાવવા માટે પિયર મોકલાવ્યા. આ નાની ચોથી વહુએ એક ક્ષણમાં સાચો નિર્ણય નિઃશંકપણે કર્યો હતો. સસરાએ પાંચ વર્ષ પછી કુટુંબના બધા માણસોને ભેગાં કરીને તે ચારેય વહુનાં પિયરિયાં પાસે જ બનેલી હકીકત જણાવીને ન્યાય કરાવ્યો. સસરાનો આશય સમજનાર નાની વહુએ કહ્યું કે કમોદના પાંચ દાણા જોઈતા હોય તો ગાડાં મંગાવો. એ સાંભળી તેને ઘણી ડાહી ને આશય સમજનાર ગણીને તેને ઘરની કુલ સત્તા સોંપી. જેણે દાણા ફેંકી દીધા હતા તેને વાસીદાનું અને જે ખાઈ ગઈ તેને રસોડાનું કામ સોંપ્યું. સાચવ્યા તેને ભંડારની ચાવી સોંપી અહીં એમ કહેવું છે કે સર્વજ્ઞ ભગવાનના કહેલા ઊંડા શાસ્ત્રાર્થ સમજવા માટે કેટલી તૈયારી જોઈએ. સર્વજ્ઞકથિત શબ્દોનો આશય પ્રથમ સમજવો જોઈએ. જે કોઈ જીવે સર્વજ્ઞના કથનનો ભાવાર્થ (આશય) સમજી લીધો અને નિઃશંકપણે નિર્ણય કરીને તેના ભાવને પહોંચી ગયો, તેને સ્વાધીનતા મળે છે; તેથી અહીં ગાથામાં કહ્યું છે કે સદ્ગુરુએ જે જે શાસ્ત્રો લાયક શિષ્યને અવગાહવા કહ્યાં હોય, તે તે પોતાના સ્વચ્છંદ અને મતનો ત્યાગ કરીને નિત્ય વિચારવાં જોઈએ. પોતાના કુળધર્મ આદિના મતાંતરના આગ્રહનો ત્યાગ કરે છે તે નિર્દોષ વીતરાગનો આશય શું છે તે શાસ્ત્રમાંથી સાચા ન્યાય વડે કાઢી શકે છે અને સર્વજ્ઞના પેટની વાત (ભાવાર્થ) અને પોતાની સમજણનો આશય બરાબર છે એમ નિઃસંદેહ કહી શકે છે, તેની અંતર સાક્ષી આપે છે, પણ જેણે સ્વચ્છંદ, માનાદિ ઘટાડ્યા નથી, તેને સ્વરૂપની શંકા રહ્યા કરશે અને તેને સાચો પુરુષાર્થ નહિ ઊપડે, પણ જેણે વિરોધ ટાળીને, સ્વચ્છેદ ટાળીને પુરુષાર્થ કર્યો છે તેને, શું કરવું? સાચું શું હશે? એ મૂંઝવણ નહિ થાય. જેમ ભોજનમાં કાંકરી દાંત તળે આવતાં કાઢી નાખે એમ તત્ત્વમાં કાંઈ પણ વિરોધ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ ] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આવે તો ભેદજ્ઞાન વડે ટાળે. અહીં તો જવાબદારી નાખીને કહ્યું છે કે શાસ્ત્ર વાંચવામાં તારા બધા કુતર્ક, પૂર્વાગ્રહને ટાળીને સ્વચ્છંદ, માનાદિ રહિત થા તો આત્માર્થ પામી શકાશે. ત્રણે કાળના જ્ઞાની એમ જ કહે છે. એક સપુરુષ પાસે એક વેશધારી મુનિ આવ્યા. તેમણે ઉપદેશ સાંભળ્યો અને તેને સચ્યો, તેથી કહ્યું કે મને આપના ચરણમાં આશ્રયમાં રાખો. શ્રીગુરુએ શરત કરી કે બાર માસ સુધી ફરીને જ્યાં જ્યાં તને માન મળ્યું હોય ત્યાં બધે કહી આવ કે મેં જે ઉપદેશ આપ્યો હતો તે પ્રરૂપણા ખોટી હતી. મુનિ કહે, “એ મારાથી નહિ બને, બીજાં ગમે તે કહો.” ગુરુ કહે કે, “તારી બધી પૂર્વ માન્યતા ઉપર મીંડા મૂક, સ્વચ્છંદ ત્યાગ્યા વિના કે આમ કર્યા વિના લાખ વર્ષ તપસ્યા કર, ગમે તેમ કર તોપણ બીજો ઉપાય નથી.” ત્યારે દ્રવ્યલિંગી મુનિ કહે કે, “પણ એમ કરું તો ક્યાંયના ન રહીએ. તેમ કહો છો તેમ કરું તો જે લોકો મને માન આપતા હતા, તે મારી મશ્કરી કરશે, માટે મારું કાંઈક રાખો.' શ્રીગુરુ કહે કે, “પરમાર્થમાં કપટ નહિ નભે. સત્ય તો સરળ છે, સુલભ છે, તેની પ્રાપ્તિ સર્વ સ્થળે છે. માત્ર દોષ તજવા પડશે, સ્વચ્છેદ અને પ્રતિબંધથી જ મોક્ષમાર્ગ અટકયો છે. તારે ખોટું સાચવી રાખવું છે કે સાચું સમજવું છે? ભૂલથી હાથમાં સાકરને બદલે સોમલની કટકી આવી જાય, તો ભૂલને જાણ્યા પછી તેને કોણ ચાખે? ડાહ્યા પુરુષ પાસે ભૂલથી ઝેર આવી ગયું, પણ જ્યારે ભૂલને જાણે, ઝેરને આ ઝેર જ છે એમ જાણે, પછી તેનો ત્યાગ કરતાં વાર ન લગાડે. લોકો શું કહેશે, મારું માન જતું રહેશે તો? આહાર-પાણી નહિ મળે તો? વગેરેની પરવા ન કરે. કોઈની ખોટી શરમ ન રાખે.' માટે જ ૧૫મી ગાથામાં સ્વચ્છંદ એટલે મિથ્યાત્વ-મોહભાવ ટાળવા કહે છે. ૧૪. રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫. ૧૦ મી ગાથામાં શ્રી ગુરુનાં લક્ષણ કહ્યાં અને ૧૩ મી ગાથામાં જીવ-અજીવ નિરૂપક ધર્મશાસ્ત્રનાં લક્ષણ કહ્યાં. હવે નિર્દોષ દેવનું લક્ષણ આ ગાથામાં કહ્યું છે. જેના રાગ, દ્વેષ, અજ્ઞાન સર્વથા ટળી ગયાં છે એવા વીતરાગદેવ નિર્દોષ પરમાત્મા છે. તે સર્વજ્ઞ વીતરાગદેવે સર્વ જીવોને હિત માટે કહ્યું છે કે જીવ અનાદિ કાળથી પોતાની ઇચ્છાથી અને પોતાના ડહાપણથી ચાલ્યો છે, તેથી દુઃખી થયો છે, પણ પોતાની ઘેલછા, સ્વચ્છંદ, મત, આગ્રહ, માન આદિ કષાયને રોકે તો અવશ્ય સ્વતંત્ર પૂર્ણ સુખ-સહજાનંદદશાને પામે. અવિનાશી નિજપદ-મોક્ષદશાને પામે, કારણ કે મિથ્યા અભિપ્રાયના ત્યાગથી અનંત જીવો પૂર્ણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૧૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૫] નિર્દોષતાને પામ્યા છે. એમાં એ પણ આવ્યું કે અનાદિથી જીવો ભૂલ વડે અશુદ્ધ અવસ્થામાં હતા, તે દોષ ટાળીને અનંત જીવો મોક્ષને પામ્યા, પામે છે અને ભવિષ્યમાં પણ પામશે. તેમ છતાં અનંત જીવો સંસારમાં રહેશે; એટલે અન્ય દર્શનકારો. જીવનું સ્વરૂપ અન્યથા માને છે, તેનું પણ નિરાકરણ થયું. શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્યદેવ સમયસારની મંગળાચરણની પહેલી ગાથામાં કહે છે કે- “વંવિસુ સવ્વ સિદ્ધ' એ ગાથામાં એ જ કહ્યું કે અનંત જીવો સંસારનો અભાવ કરીને, સ્વચ્છેદ ટાળીને સ્વતંત્ર થયા છે, નિર્દોષ થયા છે તેઓ અનંત સુખમાં-શુદ્ધ સ્વરૂપમાં બિરાજે છે. તેમને શ્રીમદ્ ભગવકુંદકુંદાચાર્ય અનંત ન્યાયગર્ભિત નમસ્કાર કર્યા છે. તે બધા અનંત જીવો છે, સ્વતંત્ર છે, પોતાના પુરુષાર્થ વડે જ સિદ્ધ-મુક્ત થયા છે જગકર્તા ઈશ્વર નથી, સર્વ જીવની સત્તા એક નથી. એમ ઘણા ન્યાય આવ્યા. અત્રે આ ગાથામાં એમ પણ આવ્યું કે “અવશ્ય પામે મોક્ષ.” એટલે અનંત જીવો મોક્ષસ્વરૂપને પામ્યા તો તું કેમ નહિ પામે? પૂર્વે અનંતકાળમાં પણ તું એક સમયમાત્ર સ્વભાવભાવમાં ઠર્યો નથી, હવે સ્વચ્છંદ છોડીને સ્વતંત્ર સ્વરૂપમાં ઠર-સ્થિર થા તો સુખ થાય એમ કહ્યું, માટે સ્વચ્છેદ ટાળવાથી અવશ્ય મોક્ષ થાય છે. તે સ્વચ્છેદ ટાળવાની રીત શ્રી સદગુરુ જાણે છે. તેમના આશ્રય વિના જીવ પોતાની ઈચ્છાએ બીજું બધું અનંતવાર કરી ચૂક્યો છે. લોકોને જ્ઞાનીની વાણી કઠણ પડે છે, તેની સાથે દુઃમેળ રહે છે, પણ જો એકવાર ભૂલ ટાળીને જ્ઞાની સન્મુખ થયો તો જરૂર મેળ થશે. મતાંતર એટલે જે ભ્રાંતિ–ભ્રમણા છે, ઊંઘી દૃષ્ટિરૂપ ખોટો અભિપ્રાય છે, તેને જ્ઞાનીએ કહ્યા પ્રમાણે છોડે તો અવશ્ય મોક્ષ પામે. નિર્દોષ, અકષાય કરુણાના દાતા અતદેવ રાગરહિત નિર્દોષ છે, એવા વીતરાગ કેવળજ્ઞાની તીર્થકર ભગવાન કે જેઓ નિર્દોષતાને પામી ગયા છે તેમણે કહ્યું છે કે સ્વચ્છંદ એટલે દર્શનમોહ (પોતાના સ્વભાવમાં ભ્રાંતિ, ખોટી શ્રદ્ધા), મિથ્યા માન્યતા ટાળી પુરુષની આજ્ઞાથી અનંત જીવો મોક્ષદશાને પામ્યા છે. શાસ્ત્રના એકેક વચનમાં ઘણા ન્યાય-આશય હોય છે, પણ જીવોને મનનપૂર્વક સાચો વિચાર કરવો નથી. “આત્મસિદ્ધિ ” ઘણાએ ઘણી વખત વાંચી હશે પણ અંતરમાં મનનપૂર્વક સાચો વિચાર કર્યો નથી. જે રીતે વિચારવું જોઈએ, સમજવું જોઈએ તે પ્રમાણે સમજાયું નથી; માટે આ ગાળામાં સ્વચ્છેદ ટાળવા ઉપર ખાસ ભાર મૂક્યો છે. (સ્વચ્છેદ એટલે દર્શનમોહ, મિથ્યાત્વ, ખોટી માન્યતા.) પોતાનું સ્વરૂપ જે નિર્મળ જ્ઞાતાદેષ્ટા છે, તેની ઓળખાણમાં ભૂલ એ જ અનાદિકાળનું મિથ્યાત્વ જીવને અનંત સંસારમાં રખડાવે છે. તે પોતાની ભૂલ, પોતાનો જ અપરાધ છે. જે પુરુષમાં તે ભૂલ નથી એવા સત્પરુષ-સદ્ગને ઓળખી, તેમના ચરણનો આશ્રય કરવાથી પોતાના દોષ ટાળે છે. [ તા. ૬-૧૦-૩૯] પૂર્વાગ્રહની માન્યતા છોડીને શાસ્ત્રાભ્યાસ કરવાનું કહ્યું છે. સ્વચ્છંદ એટલે હું જાણું છું, સંસાર-દેહાદિનાં કાર્યો કરી શકું છું, એવી ખોટા અભિપ્રાયની પકડ છે તેનો ત્યાગ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરીને સર્વજ્ઞ ભગવાને જે સ્વરૂપ કહ્યું તે નિજ શુદ્ધસ્વરૂપને ઓળખીને તેનો આશ્રય કરતાં જીવ અવશ્ય મોક્ષદશાને પામે છે. એ રીતે અનંત જીવો મોક્ષદશાને-પૂર્ણ પવિત્રતાને પામ્યા છે. એમ અનંતજ્ઞાની, ત્રિકાળજ્ઞાની સર્વ ભગવંતોએ કહ્યું છે. અનંતજ્ઞાની થયા, થાય છે અને થશે તેમનો એક જ અભિપ્રાય છે. તેઓ રાગ-દ્વેષ, અજ્ઞાનનો સર્વથા નાશ કરીને નિર્દોષ જિન થયા છે. કેવળજ્ઞાની પરમાત્માનું કથન નિર્દોષ છે અને તેઓ પણ નિર્દોષ છે. કદાપિ અજ્ઞાની જીવો ઘણા ડહાપણવાળા હોય, મહાબુદ્ધિવંત હોય, છતાં તેનો અભિપ્રાય ડામાડોળ હોય છે, નિઃશંક નથી હોતો. અનિત્ય પ્રકૃતિના નિમિત્તથી થયેલો ભાવ અનિત્ય છે, માટે તે અજ્ઞાની પુરુષનું કથન પ્રામાણિક અને નિર્દોષ હોય નહિ. તે જીવો ગમે તેવી ગોઠવણથી વાતો કરે તો પણ નિર્દોષ હોય નહિ. એક અજ્ઞાનીના અનેક અભિપ્રાય હોય છે, અનંત જ્ઞાનીનો મત એક જ હોય છે. “પુરુષ પ્રમાણે વચન પ્રમાણ” કહ્યું છે, માટે સદ્ગુરુ સમાગમને જ પ્રામાણિક આશ્રયભૂત કહ્યો છે. ૧૫. પ્રત્યક્ષ સગુયોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬. શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન આવે તેનો જો કોઈ જીવ સ્વચ્છેદથી અભ્યાસ કરે તો એકાન્ત આગ્રહને પકડીને તે રોકાઈ જાય છે. જેને એકલા નિશ્ચયનો આગ્રહ (નિશ્ચયાભાસ) બેસી ગયો હોય છે તેને આત્મા એકલો શુદ્ધ જ છે, અવસ્થા પણ શુદ્ધ જ છે, તે રાગ-દ્વેષનો હું કર્તા નથી વગેરે કહે છે, પણ રાગ-દ્વેષ, વિષય-કષાય ઘટાડવાનો પુરુષાર્થ કરતો નથી. જે રાગરહિત થવાનો પ્રયત્ન ન કરે અને સ્વચ્છેદે પ્રવર્તે છે તેને શુષ્કજ્ઞાનનો રાગ વધી જાય છે અને પુરુષાર્થ કરનારા પ્રત્યે તેની દૃષ્ટિમાં વિરોધ આવશે કે એ તો વ્યવહાર છે. આમ કરે તે તો કર્તા થઈ જાય અને આત્મા તો અકર્તા છે, એમ કથનમાત્ર તે ધારણામાં રાખે છે. આત્માર્થી તો નિર્દોષ જ્ઞાનબળવો રાગ ટાળીને પુરુષાર્થ સહિત કહે કે દ્રવ્ય હું ત્રિકાળ શુદ્ધ જ છું. પોતાનો શુદ્ધ પર્યાય ઉઘાડતાં કેટલો બળવાન પુરુષાર્થ જોઈએ છે, તે જ્ઞાનનો પ્રયત્ન ટકાવી રાખવા કેટલો પુરુષાર્થ (વીર્યબળ) જોઈએ, તેનું સ્વચ્છંદી એટલે શુષ્કજ્ઞાનીને ભાન હોતું નથી. સ્વચ્છેદ ટાળવાનો ઉપાય સદ્ગુરુના આશ્રયે હોય છે, એટલે પોતાની પાત્રતાથી ઉપાદાન તૈયાર કરી સદ્ગનો સમાગમ કરે તો અનાદિનો મિથ્યાભાવ-સ્વછંદ રોકાય છે અને પરિણામે તે આત્માર્થી જીવ આત્મજ્ઞાનદશાને પામે છે. વળી કોઈ ઉપાદાનને ભૂલીને નિમિત્તને પકડી રાખે એટલે વ્યવહારવચનોને પકડીને વ્યવહાર ક્રિયાકાંડનું વિધાન જેમાં હોય તે જ માત્ર વાંચે, વિચારે અને ક્રિયાજડત્વમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૧૫ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૬] જ રોકાય, બાહ્યક્રિયાને ચારિત્ર માની તેમાં પ્રેમ રાખે અને બાહ્ય વ્રત, સમિતિ આદિ ક્રિયાને આત્માનું હિતકર સાધન માને, તે પણ સદ્ગુરુની આજ્ઞાથી વિરુદ્ધ છે, એટલે તે સદ્ગુરુનો અને પોતાના અધિકારી આત્માનો નિષેધક જીવ છે. જીવો પોતાનું માનેલું ડહાપણ જ્યાં સુધી ન છોડે ત્યાં સુધી તેને સત્ની રુચિ થાય નહિ. તેઓ ખોટામાં સંતોષ માની મનમાની કલ્પનામાં રોકાય છે. અત્યારે કેટલાક લોકો મનની એકાગ્રતામાં, યોગની ક્રિયામાં, ધ્યાન વગેરે ભ્રમણામાં એવા મંડી પડેલા છે કે આત્માને ભૂલીને મનને, કાયાને, વચનને રોકવામાં કર્તવ્ય માને છે; તેને સાધન માને છે; પણ સ્વરૂપ જેમ છે તેમ જાણ્યા વિના તેનું બધુંયે વૃથા છે. જ્ઞાની, કે અજ્ઞાની કોઈને દેહની ક્રિયાથી લાભહાનિ નથી, કારણ કે દેહાદિની કોઈ ક્રિયા કોઈ આત્માને આધારે નથી,-એવો ત્રિકાળ નિયમ છે. લોકો શરીરની ક્રિયા અને શુભરાગને આત્માનો વ્યવહાર માને અને સ્વચ્છેદથી અનેક માન્યતામાં સ્વરૂપને નિર્ધારીને ત્યાં રોકાઈ જાય છે. વળી સશાસ્ત્રનો પણ નિષેધ કરે. કોઈ કહે કે શાસ્ત્ર-ઉપદેશથી જાણવા જઈશું તો વિકલ્પ વધી જશે અને જગતનું સારુંમાઠું દેખીને રાગ-દ્વેષ થશે, માટે આપણે કાંઈ પણ જાણવું નથી. પણ જેનો સ્વભાવ જ્ઞાન છે તે કોને ન જાણે? સત્ સ્વભાવને રોકવાનો ઊંધો પુરુષાર્થ કરે, તે જડ જેવો થાય છે. જ્ઞાનનો સહજસ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. જડને જાણવાથી રાગ-દ્વેષ થતા નથી, પણ રાગી જીવ સંસાર દેહાદિ સંયોગનું ધણીપણું, કર્તાપણું કરીને અજ્ઞાનની-મિથ્યા અભિપ્રાયની પુષ્ટિ કરે છે. મોટા ધર્માત્મા ચાર જ્ઞાનના ધારી પણ શાસ્ત્ર વાંચે-વિચારે છે, પણ જેને વર્તમાન પુરુષાર્થ શું, દ્રવ્યગુણ-પર્યાય શું, તેનું ભાન નથી, તે માને કે ઘણા શાસ્ત્રો વાંચીએ, ઘણું જાણીએ તો ઘણા રાગ, દ્વષ વિકલ્પ આવે અને થોડું જાણીએ અથવા ધ્યાનમાં બેસે રહીએ, કાંઈ ન જાણીએ તો ઠીક, જેની દષ્ટિ ઊંઘી છે, ખોટી છે, તેને બધું જ ઊંધું આવશે; જ્યાં-ત્યાં શંકા જ થશે. અજ્ઞાનીને ભય છે, કારણ કે તે નિમિત્તથી ડરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે નવવા. બ્રહ્મચર્ય પાળવું. એટલા શબ્દો પકડીને જે માને છે કે એનાથી છેટે રહેવું, પૌષ્ટિક ખોરાક જે ખાય તેનું બ્રહ્મચર્ય રહે નહિ. એમ માની નિમિત્ત ઉપર, દેહનાં હાડકાં ઉપર બ્રહ્મચર્યનું ધોરણ જે બાંધે છે અને ઉદયની, જોગની, ક્રિયાની જાળવણી કરવામાં જ રોકાય છે, તેમાં ધર્મ માને છે, ઠીક માને છે, તેને આત્માની ઓળખ નથી. અહીં તો એક કહેવું છે કે જીવ પોતાની અનેક વિચિત્ર કલ્પનામાં, સ્વછંદમાં રોકાયો હોય તે જો શ્રી સદ્ગુરુનો આશ્રય કરે તો તેનો સ્વછંદ રોકાય છે સગુરુ મુમુક્ષુ જીવના દોષને ઓળખી કાઢે છે અને યુક્તિથી સમજાવે છે, માટે ગુરુઆજ્ઞા એ પરમ હિતકર છે. કોઈ એકાન્ત નિશ્ચયમાં રોકાયો હોય, અવસ્થામાં અંતરંગ કષાય, તૃષ્ણાદિમાં રોકાયો હોય, તેને તે પુરુષાર્થની જાગૃતિનું જોર આપે છે; કોઈ ક્રિયાજડત્વમાં રોકાયો હોય તેને આત્મા અવિકારી, જ્ઞાનમાત્ર છે એવી દઢ શ્રદ્ધા કરાવે છે અને વ્યવહારાભાસ છોડાવે છે. શાસ્ત્રમાં ઉપદેશવચનો છે. તેમાં રાગને ટાળવામાં વચ્ચે નિમિત્તનો સદ્ભાવ જણાવ્યો છે, પણ જેણે નિમિત્તથી કલ્યાણ માન્યું તેણે રાગનો આદર કર્યો છે અને જ્યાં રાગનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આદર છે ત્યાં અકષાય આત્માનો અનાદર છે, સાચી શ્રદ્ધા તો દૂર જ રહી જાય છે. જ્ઞાનીએ તો અરાગીપણાના લક્ષે પવિત્ર જ્ઞાનબળવડે રાગ ટાળીને જ્ઞાનમાં જ્ઞાનપણે ટકી રહેવું એને જ સાચો વ્યવહાર કહ્યો છે. તે ભૂલીને બાહ્ય વ્યવહારવચનને પકડે તેમાં નુકશાન કોને? શાસ્ત્રમાં અનેક અપેક્ષાથી કથન આવે તેનું પ્રયોજન ન સમજે, આશય ન સમજે અને નિમિત્તનો આગ્રહ પકડે તે મૂઢ છે. શાસ્ત્રમાં અનેક હેતુથી જીવોને પાત્રતા પામવાને ઉપકારના હેતુરૂપ સત્સાધનનું લક્ષ કરાવ્યું હોય છે, પણ તેનો અર્થ ગુરૂગમે ન સમજે, સાચું પ્રમાણ ન વિચારે તો ભૂલે. જેનો અભિપ્રાય એમ થયો કે પરપદાર્થ મને નુકશાન કરશે, માટે હું એને દૂર કરું; સ્ત્રી દેખીશ તો મને રાગ થશે માટે આંખો ફોડું, એવો અભિપ્રાય છે, ત્યાં અજ્ઞાન છે; તેને જડતત્ત્વની પણ ઓળખાણ નથી. જ્ઞાની ધર્માત્માને બહારથી વ્યવહારમાં પણ વિવેક રહે અને સંસાર પ્રસંગમાં કે કોઈપણ સંયોગ પ્રસંગમાં ક્ષોભ ન થાય. જેણે નિમિત્ત ઉપર થોડો પણ આધાર રાખ્યો છે, તેને પોતાનો યથાર્થ વિશ્વાસ નથી. સદ્ગુરુનો સમાગમ છોડે તો સ્વચ્છેદમાં ઠગાય જ છે. “તે દોષ રાખવા માટે બીજા ઉપાય કર્યા થકી પ્રાયઃ તે બમણો થાય.' જે વિધિએ સ્વચ્છેદ ટળે તેના ભાન વિના બીજા ઘણા ઉપાય કર્યાથી સ્વચ્છંદની પુષ્ટિ વધારે થાય છે. પ્રાયે એટલે ઘણું કરીને સ્વચ્છંદ વધે, પણ જે મુમુક્ષુ સદ્ગુની આજ્ઞાને ઓળખનારો, તે મુજબ વર્તનવાળો છે તે જ્યાં જ્યાં જે જે યોગ્ય હોય ત્યાં યથાસ્થાને તેમ જ સમજે છે અને શ્રીગુરુના વિરહમાં પણ ગુરુઆજ્ઞા માથે ચડાવીને વર્તે છે; તેને સ્વચ્છંદ નથી. જેણે સદ્ગ સમાગમ કર્યો નથી તે શાસ્ત્રાર્થ સમજ્યા વિના વિખવાદ ઊભો કરશે. શાસ્ત્રમાં શ્રી વિદ્યાનંદજી સ્વામીએ કહ્યું છે. કોઈ ધર્મનો અન્યાય, ઊંધી પ્રરૂપણા કરતો હોય તેનો જે યથાશક્તિ વિરોધ ન કરે અને સાચા ન્યાયને ન સ્થાપે તે ધર્મી નથી; પોતે ધર્મતત્ત્વ સમજતો હોય તો ખોટાનો વિરોધ કરે. ધર્માત્મા સ્થિર સમાધિમાં હોય તેના સંબંધી આ વાત નથી પણ જે અલ્પજ્ઞ છે અને જેને દેહાદિમાં અ૫રાગ હોવાથી ખાવાપીવાની વૃત્તિ થતી હોય છે, તેને એવો શુભ વિકલ્પ આવ્યા વિના ન રહે, કારણ કે તેને ધર્મસ્નેહરૂપ રાગ છે. દેવ-ગુરુ-ધર્મનો રાગ જેને વર્તે છે તેને ધર્મની હેલના (હણપ) થતી જોઈને સાચો ન્યાયમાર્ગ સ્થાપવાનો વિકલ્પ આવ્યા વિના રહે નહિ. આ વિષે શાસ્ત્રમાં ટૂંકામાં લખાણ હોય તેને સમજ્યા વિના વાંચીને કહે કે શાસ્ત્રમાં કહ્યું છે કે ધર્મની હેલના થતી હોય તો બચાવ કરવો. એમ કલ્પી જો સ્વચ્છંદી શિષ્ય હોય તો આવાં શાસ્ત્રો વાંચીને કોઈ સાથે ઝઘડો કરી બેસે, સંઘમાં વિખવાદ ઊભો કરે, તેને ન્યાયવિવેક આવડે નહિ. જે વિધિ, જે કળા જેને પ્રાપ્ત છે તેનો આશ્રય કર્યા વિના, સ્વચ્છંદી જ્યાં-ત્યાં વિખવાદ ઊભો કરશે અથવા ખોટા અર્થને ગ્રહણ કરશે. એ માટે પ્રત્યક્ષ સદ્ગસમાગમ ઉપકારી છે એમ કહ્યું. આત્મધર્મની શરૂઆત એટલે સમ્યગ્દર્શનની શરૂઆત; તે અર્થે હવે સમકિતનું લક્ષણ કહે છે. ૧૬. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૭] [૧૧૭ સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭. અહીં સમ્યગ્દર્શનના કારણરૂપ નૈગમનયે સમકિત કહેવું છે. તેમાં ઉપાદાન અને નિમિત્ત એમ બે તેનાં કારણો છે. એક કાર્ય થવામાં બે કારણ હોય-(૧) ઉપાદાનકારણ એટલે આત્માની સહજ શક્તિ, (૨) નિમિત્તકારણ એટલે સંયોગરૂપ વસ્તુ-કે જે ઉપાદાન પરિણમતું હોય ત્યારે સાથે હોય. હવે સ્વચ્છંદ વિષે કહે છે. સ્વચ્છંદ એટલે હું જાણું છું, સમજ્યો છું, હું દેહાદિનાં કાર્યો કરનારો છું એવો મિથ્યા અભિપ્રાય, તેનો ત્યાગ કરવાનું અહીં કહ્યું છે. મતાગ્રહ એટલે કુળધર્મ, લૌકિક રૂઢિને અનુસરતો જે મિથ્યામત તે. સર્વજ્ઞકથિત અનેકાન્તધર્મથી સિદ્ધ વસ્તુતત્ત્વમાં વિરોધરૂપ હોય તે બધા મિથ્યાપક્ષ; તેનો ત્યાગ કરીને, સગુરુ-જ્ઞાનીના લક્ષે વર્તે, વર્તમાન પુરુષાર્થવાળા સદ્ગુરુ શું કહે છે તેનો આશય સમજી લે અને તે જ અર્થનું ગ્રહણ કરે તો તેને પ્રત્યક્ષ કારણરૂપે સમકિત કહ્યું છે. અખંડ જ્ઞાનસ્વરૂપ સદ્ગુરુ તે પ્રત્યક્ષ કારણ છે, તેમની યથાર્થ પ્રતીતિ થતાં લાયક જીવને પરમાર્થે સ્વતત્ત્વનું લક્ષ થાય છે. આત્મા આનંદમય સહજ સુખસ્વરૂપી છે એવું ભાન થોડા વખતમાં પ્રગટ કરશે. એવી લાયકાતવાળાને અહીં સમકિત કહ્યું છે. આ સ્કૂલ વ્યવહારસમકિત છે, એટલે કે બોધબીજની અપૂર્વ રુચિ કરશે જ તેના કારણરૂપ સમકિત છે. સદ્ગના લક્ષ, ગુરૂઆશાએ વર્તનાર જીવ ભાવિનિર્વાણનું ભાજન છે. નૈગમનયના અંશે તેને કારણસમકિત કહ્યું છે. ઉપાદાનનું વીર્ય ઊછળીને જે સહજ હા આવી છે કે આ આમ જ છે, એટલે પૂર્ણ અખંડ જ્ઞાનસ્વરૂપ નિર્મળ તત્ત્વ છે તે હું પણ આદરકરવા યોગ્ય છે-એવો આત્માનો જ ભાવ અંતરંગમાં સહજસ્વભાવે ઊલસ્યો છે, તે નિશ્ચયસમકિતનું કારણ છે. જીવ, અજીવ આદિ નવતત્વ, છ દ્રવ્યનું જાણપણું, ધારણા એ શ્રદ્ધા નથી. પણ અપૂર્વપણે આત્માના પુરુષાર્થનું સહેજે સ્વરૂપસન્મુખ થવું તેને વ્યવહારસમકિત કહ્યું છે, વ્યવહાર કહેવાનું કારણ કે હુજી એ શુદ્ધતા વર્તમાન વર્તતી નથી. પદ્મનંદીપંચવિંશતિકામાં કહ્યું છે કે तत्प्रति प्रीतिचित्तेन, येन वार्तापि हि श्रुता । निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।। આત્માની અધ્યાત્મ વાતો સદ્ગુરુ સમાગમે જે લાયક પ્રાણીએ ભાવાર્થના લક્ષ, પ્રસન્નચિત્તે એ પ્રમાણે સાંભળી છે; આત્મા અક્રિય જ્ઞાતા સિદ્ધ ભગવાન જેવો અવિકારી, શાંત, નિર્મળ, ત્રિકાળ પૂર્ણસ્વરૂપ શુદ્ધ છે-એમ જે માને છે તે જીવને ભાવિનિર્વાણભાજન કહ્યો છે. સ્વચ્છેદરૂપ મિથ્યાગ્રહના ત્યાગની તેને સહજ પ્રાપ્તિ થાય છે; પણ સંસાર-દેહાદિ રાગની પ્રીતિ રાખીને આત્માના નામે જે કાંઈ કરશે તેનો સ્વછંદ બમણો થવાનો છે, તે ભલે સમયસાર, પંચાધ્યાયી જેવા ગ્રંથો ભણ્યો હોય, છતાં તેની બધી ધારણા મફતમાં (નકામી) જાય. પરીક્ષા વીના ધર્મના નામે આંધળી અર્પણતા કરી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તેનાથી હિત માને, પોતાની વર્તમાન અવસ્થા શું કામ કરે છે, જ્ઞાનદશા તે શું છે, તેનું લક્ષ સમજ્યા વિના પ્રમાદમાં નિરાંતે પોઢે છે, તેને પુરુષાર્થ તે શું અને રાગ ટાળવારૂપ જ્ઞાનનું જ્ઞાનમાં ટકવું તે શું, તેની કાંઈ ખબર નથી. સ્વચ્છંદ રોકવાની કળાનું તેને ભાન નથી, છતાં હું જાણું છું તે જ સાચું એ માન્યતાની પકડ હોવાથી વિષયકષાયની અંતરંગ પ્રવૃત્તિ ટળે નહિ; કારણ કે સમ્યજ્ઞાન વિના સાચો વિવેક હોય નહિ અને એથી દેહાદિની સગવડતા પ્રત્યે રાગ તથા પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ તેને રહેશે જ. જે તુચ્છ પદાર્થમાં ધીરજ ખોઈ બેસે છે અને માને છે કે અમે આત્માનું સ્વરૂપ જાણ્યું છે, તેણે સ્વચ્છેદ પોષ્યો છે, જ્યાં જ્ઞાતાપણું છે ત્યાં પરભાવરાગાદિકષાયમાં ટકવું થાય નહિ, અને જ્યાં મિથ્યાઆગ્રહની પકડ છે ત્યાં નિર્દોષ જ્ઞાતાપણું હોય નહિ. માટે કહ્યું છે કે સ્વચ્છેદ-મતાગ્રહ છોડીને સદ્ગના લક્ષે વર્તે તો પરમાર્થ સ્વરૂપના હેતુ-કારણરૂપ સમકિતની પ્રાપ્તિ થાય છે જેનું લક્ષ સાચેસાચા આત્મા પ્રત્યે હોય તે સ્વરૂપમાં બીજી કલ્પના ન કરે અને પ્રત્યક્ષ સદ્ગુરુ આજ્ઞાએ વર્તે. જેમ સવળા ઘડા ઉપર બીજા અનેક ઘડા સવળા રહે તેમ આત્માર્થી સુપાત્ર જીવને બધુંએ સવળું થાય છે, અને સ્વચ્છંદી માનાર્થીને ઊંધા ઘડાની જેમ અવળું થાય છે. માટે સદ્ગનો સમાગમ પરમ ઉપકારી આશ્રયભૂત કહ્યો છે. ૧૭. માનાદિક શત્રુ મહા, નિજઈદે ન મરાય, જાતાં સદગુરુશરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ મનુષ્યને માન અને મૈથુનસંજ્ઞા વધારે છે. આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ અનિચ્છક છે, તેને ભૂલીને પ્રકૃતિજન્ય ઈચ્છામાં રોકાવું તેને સંજ્ઞા કહે છે. માન, સત્કાર, ક્રોધ, માયા, લોભ એ જીવના મહાશત્રુ છે, તેમાં માનકષાયનું મુખ્યપણું છે. શ્રીમદે કહ્યું છે કે જો મનુષ્યમાં માન ન હોત તો મોક્ષ જ અહીં હોત, એટલે માનાદિ કષાય જીવના મહાશત્રુ છે, તે પોતાના સ્વચ્છેદે ન ટળે. ધર્મના બહાને અનંતાનુબંધી માન સેવાય છે, તે સદ્ગુરુશરણ-આશ્રય વિના ન ટળે ચક્રવર્તી રાજા મુનિ થયા હોય અને શહેરમાં ભિક્ષા અર્થે આવ્યા હોય, ચૌટામાં ઊભા રહ્યા હોય અને તેની જ દાસી તેને ઠપકો આપે અને કહે કે મુનિનો આચાર નથી કે ચૌટામાં ઊભા રહેવું, તો મુનિને તેના ઉપર જરા પણ રોષ ન થાય કે આ મારું અપમાન કરે છે, પણ મુનિ પોતાની ભૂલને કબૂલ કરે. અસત્યનો આદર કરનાર પોતાના ત્રિકાળી સત્યનો અનાદર કરે છે. દોષનો આદર તે પોતાનો જ અનાદર છે. જો એક બાળક પણ મુનિની ભૂલ દેખાડે તો મુનિ તે કબૂલ કરે. આ ૧૮ મી ગાથામાં ચારિત્રની વાત કહી છે. ૧૭મી ગાથામાં આત્મજ્ઞાની સદ્ગુરુના લક્ષથી-આશ્રયથી કારણસમકિત કહ્યું છે, કે જેનાથી નિશ્ચયસમકિત પ્રગટવાનું છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૧૯ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૮] સદ્ગુરુશરણ એટલે નિશ્ચયથી અસહ્નો અનાદર અને સત્ સ્વરૂપનો એટલે પોતાના શુદ્ધ આત્માનો આદર છે, એ સદ્ગુરૂઆશ્રયનો પરમાર્થ છે. પણ તેથી એમ ન સમજવું કે પ્રત્યક્ષ સદ્દગુરુ ઉપકારી નથી, અથવા એમ પણ ન સમજવું કે એમાં પરાધીનતા છે. જીવના ઉપાદાનની તૈયારી વિના-જાગૃતિ વિના કાંઈ લાભ થાય નહિ. કોઈ કોઈને પરિણમાવી શકે નહિ; સુપાત્રતા પોતાની જોઈએ. સ્વચ્છંદ ટાળવામાં સદ્ગુરુનો વિનય કામ આવે છે. સદ્દગુરુનો વિનય એ નિશ્ચયથી પોતાનો વિનય છે, ઊઘડેલા ગુણનું બહુમાન છે. તા. ૭-૧૦-૩૯] સત્સમાગમથી આત્માર્થી જીવને ઉપકાર થાય છે તે માટે ગુરુનો સમાગમ, આશ્રય અને તેમનો વિનય વર્ણવ્યો છે, કારણ કે એ વિધિએ નિમિત્તપણાની હયાતીમાં ઉપાદાનની પાત્રતાથી આત્મગુણ ઊઘડે છે. કોઈ કહે છે કે અહીં નિમિત્ત ઉપર ભાર કેમ મૂકવામાં આવ્યો છે? તેનો જવાબ એમ છે કે શ્રીમદે ઠેરઠેર સત્ સંબોધન કર્યું છે. જેમ કે સદ્ગુરુ, સશાસ્ત્ર, સબોધ, સઉપદેશ, સત્સંગ વગેરે સત્નો જ આદર એટલે અસત્નો અભાવ, રાગ-દ્વેષ-વિકારનો અભાવ. જેમાં પ્રગટ સદ્ગણ અને પુરુષાર્થ વર્તે છે, એવા ઉજ્જવળ આત્મગુણસંપન્ન જે સગુરુ છે તે ગુરુનાં હાડકાં-દેહાદિ ઉપર વજન નથી, પણ જીવનો પ્રયત્ન પોતાના સ્વાધીન ઉપાદાનથી જ પ્રગટે છે. પોતાના ગુણનો વિકાસ કરવા માટે અખંડ સર્વજ્ઞસ્વરૂપનો આદર કરવા વિનયની ભાષા આવે છે અને વ્યવહારથી તે પુરુષનો ઉપદેશ કે તેમનો સમાગમ લાયક જીવને અનંત ઉપકારી છે. સત્સમાગમના નિમિત્તનું જેને બહુમાન નથી તેને પોતાના ગુણનો આદર નથી. જેનામાં પાત્રતા, વિનય આદિ ગુણ ખીલી નીકળ્યા તેને એવો સ્વચ્છેદભાવ અને ભાષા પણ ન હોય કે મેં મારી પાત્રતાથી પ્રયત્ન કર્યો માટે ગુણ પ્રગટયો છે. ગુરુનો ઉપકાર નથી એમ આત્માર્થીને હોય નહિ. વળી કહ્યું છે કે કામાદિને બાળવાનો અમોઘ ઉપાય સત્સમાગમ છે. વિષયવાસના, માનાદિ, અસ્થિરતા વગેરે સદ્ગુરુના આશ્રયથી સહજ પ્રયત્નથી જાય છે અને સમ્યક્રચારિત્રગુણ એટલે જ્ઞાનગુણનો વિકાસ અને સ્થિરતા વધે છે. ચાર જ્ઞાનધારી મુનિઆચાર્ય-ગણધર આદિ પણ શ્રીગુરુનું મહામાન કરે છે. તો પછી જેને સાધકદશા ઊઘડી નથી તેનાથી શ્રીગુરુના વિનયમાં અરુચિ કેમ થાય? સાચો જિજ્ઞાસુ આત્માર્થી હોય તે સ્વચ્છંદપણે એમ ન બોલે કે અમારી તૈયારી હશે તો અમને ગુરુ મળશે. જેને આત્માર્થની ઝંખના છે તે એ જ ભાવના ભાવે કે મને શીધ્ર સદ્ગુરુ મળો. પ્રત્યક્ષ સત્પરુષનો જોગ ક્યારે મળશે? ધન્ય છે એવા સદ્ગુરુને ! એમ જ્ઞાનીનું મહામાન કરે છે. એવી નમ્રતા છે કે સત્પરુષનો વિરહ સંભારીને તેમનું સ્મરણ કરી વારંવાર ભાવવંદન કરે છે. આગળ આવશે કે “ઉપાદાનનું નામ લઈ, એ જે જે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” ઉપાદાનનો ભાવ લઈને જે સ્થિર થાય છે, તેની આ વાત નથી. વળી જેનામાં લાયકાત છે તે નિર્માનપણે ઇષ્ટ નિમિત્તનો આદર કરે છે. આત્માની તૈયારીવાળાને સનું અને સન્ના નિમિત્તનું બહુમાન થયા વિના ન રહે. જ્યારે દેષ્ટિની વાત કરવી હોય ત્યારે અપેક્ષાએ એમ પણ કહેવાય કે આત્માર્થી પુરુષાર્થ તૈયાર થયો. પાત્રતા છે તો સહકારી નિમિત્તો, સદ્ગુરુ સમાગમ આદિ યોગ હોય જ, પણ તેથી કાંઈ નિમિત્તથી ગુણ ઊઘડ્યો એમ નથી. શ્રી સમયસારમાં મુખ્યપણે ઉપાદાનની વાત છે. સમયસારમાં આવે છે કે :“શ્રુત, પરિચિત, અનુભૂત સર્વને, કામભોગબંધનની કથા; પરથી જુદા એકત્વની, ઉપલબ્ધિ કેવળ સુલભ ના.” એમ કહ્યું કે જીવોને કામભોગબંધનની કથાનો પરિચય અનાદિકાળથી સુલભ છે, પણ પરથી જુદાપણું-નિર્મળ શુદ્ધપણું સુલભ નથી. નિરૂપાધિક પૂર્ણ શુદ્ધ આત્મતત્ત્વનું જેને જ્ઞાન છે એવા સત્પરુષનો પરિચય પણ આ જીવે પૂર્વે કોઈવાર કર્યો નથી, સદ્ગુરુમુખે આત્માની વાત પણ સાંભળી નથી, એમની સેવા પણ કરી નથી એટલે સત્સમાગમ વડે સત્ અને સગુનો આશ્રય કર્યો નથી. એમ સની દુર્લભતા બતાવીને ઇષ્ટ નિમિત્તમાં ઉપકારીપણું સ્થાપે છે, તેથી કાંઈ પરમાર્થને બાધ નથી. જે આત્માને સદ્ગુરુનું બહુમાન આવે છે તે આત્માને ઠરવાનું ઠેકાણુંઅંતરવિસામો હાથ આવે છે અને તેનો વિનય દરેક શાસ્ત્રમાં ગાયો છે ચોરાશીની રખડપાટથી તપાયમાન થયેલા જીવોને સદ્ગનો સત્સમાગમ, આત્માની શીતળતા થવામાં ઉત્કૃષ્ટ નિમિત્ત છે. શીતળીભૂત ભાવફૂવારો શ્રી સદ્ગુરુ છે કે જે, આત્માને અનંત દુઃખાદિ બંધથી છૂટવાની રીત બતાવે છે અને મુક્ત દશાનું ભાન કરાવે છે. સમ્યગ્દષ્ટિને તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ ન હોય, તેને ગુરુકૃપાથી અને પોતાની પાત્રતાથી મિથ્યામોહ ભ્રમણાનો અભાવ થયો છે, એટલે પોતે અતિ નિર્માની, વિનયવંત થયો છે પોતાને અલ્પ ગુણ ઊઘડયો છે, છતાં શ્રી સદ્ગુરુનું મહામાન કરે છે. તત્ત્વદૃષ્ટિએ અનાદિ અનંત પૂર્ણ છું, પણ હજી મારે અનંત પુરુષાર્થ પ્રગટાવવો બાકી છે. એટલે અવસ્થાએ અધૂરો છું એમ તે જાણે છે; સત્પરુષની ભક્તિમાં પોતાને તૃણ જેવો કિંકર માને છે. તેમાં અનંતગુણની પરીક્ષા છે, સત્નો આદર કરે છે, પોતાને જે પૂર્ણ પવિત્રતાનું પોષાણ આવ્યું તેનો આદર કરે છે. શ્રીમદ પણ જ્ઞાનીનો કેટલો બધો વિનય કરે છે, મહામાન કરે છે. તેઓ કહે છે, “હે શ્રી કુંદકુંદાદિ આચાર્યો! આપનાં વચનામૃત આ પામરને સ્વરૂપાનુસંધાનમાં પરમ ઉપકારી થયાં માટે આપનો અનંત ઉપકાર છે.” એ નિર્માનતામાં જ સાધકનો અકષાયભાવ વધે છે. એમાં પોતાનું જ્ઞાનબળ વધતું દેખાય છે. એ પુરુષાર્થની સબળાઈ છે. જે સને ઓળખીને સદ્ગનો વિનય કરે છે, તે પરમાર્થે પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. સત્ અને સના સાધનની વાત સાંભળતાં ભક્તિભાવથી રોમાંચ ખડા થઈ જાય છે. નિમિત્તને જેમ છે તેમ જાણે છે. પોતાનું તત્ત્વ જેમ છે તેમ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૨૧ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૯] જાણે છે. જે વિનયમાં પરમાર્થ વિનય સાથે આવે છે. તેનો અનાદર આત્માર્થી ન કરે. સત્સમાગમનું જ્યાં માહાભ્ય થયું ત્યાં સહેજે વિષય-કષાય વગેરે વાસના દૂર થાય છે. એથી કહ્યું છે કે :- સદગુરુશરણમાં જતાં અલ્પ પ્રયાસે કષાયાદિ ટળી જાય પણ સ્વચ્છેદે તો બમણો થાય છે. સદ્ધોધસ્વરૂપ આત્મા અકષાયસ્વરૂપ છે. તેનો આદર થતાં રાગાદિ વિષય-કષાયનો આદર સહેજે ટળે છે. જેનામાં ગુણ પ્રગટયો છે એવા પ્રત્યક્ષ સદ્ગુરુનો પ્રેમ-આદર છઠ્ઠી ગુણસ્થાનક સુધી રહે છે, પછી તો રાગનો બુદ્ધિપૂર્વક વિકલ્પ નથી. (અબુદ્ધિપૂર્વક સૂક્ષ્મ વિકલ્પ ૧૦ માં ગુણસ્થાને ટળી જાય છે.) ૧૮. જે સદગુરુઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯. આ ગાથામાં વિનયનું પ્રયોજન કઈ અપેક્ષાએ કહ્યું છે તેનો પરમાર્થ કાઢી લેવાનો છે. કેવળી ભગવાન જ્યારે છદ્મસ્થ હતા ત્યારે પોતાના ગુરુનો વિનય કર્યો હતો. તે વિનયની અવસ્થાનું જ્ઞાન કેવળજ્ઞાનમાં વર્તમાન દેખાય છે અને સમવસરણમાં દિવ્યધ્વનિ છૂટે તેમાં પણ તે વિનયની ભાષા આવે છે, અનંત જ્ઞાનમાં જેમ છે તેમ, વિકલ્પ વિના, સહેજે દેખાય છે. તેમાં ઇચ્છા નથી, પણ શ્રી તીર્થંકર પ્રભુની દેશનામાં (દિવ્યધ્વનિમાં) તે પૂર્વ અવસ્થા સંબંધી વાણી આવે કે અમે પ્રથમ છદ્મસ્થદશામાં ઉપકારી સદ્ગુરુનો વિનય કર્યો હતો અને તેનો મહિમા જણાવે. કેવળજ્ઞાન થયા પછી વંદ્યવંદકભાવ નથી. શ્રીમદ્ભો આશય શા હેતુથી છે તે વિચારતાં તેનો ન્યાય એમ આવે છે કે વિનયના બે પ્રકાર છે : (૧) શુભભાવરૂપ વિનય છે તે છઠ્ઠા ગુણસ્થાન સુધી જ વંદ્યવંદકભાવ આવે છે. (૨) શુદ્ધભાવરૂપ વિનય છે ત્યાં તો કેવળ નિર્વિકલ્પ વીતરાગદશા છે, ત્યાં કોઈને વિનય કરવાનો રહેતો નથી, માત્ર સહજ પુરુષાર્થ પોતાના પૂર્ણ અકષાયભાવમાં અભેદ પરિણમન સહિત પૂર્ણ શુદ્ધતારૂપે ટકી રહે છે. તે અકષાયભાવનો પોતાનો પોતાને વિનય છે. કેવળજ્ઞાન એટલે પૂર્ણ સ્વરૂપસ્થિતિ-પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ દશા. તેમાં વંધેવંદકભાવની વ્યવહારકલ્પના કરવી તે અસંગત છે. “વિનયવંત ભગવાન કહાવે, નાહિ કિસીકો શીષ નમાવે.” ભૂતકાળની અપેક્ષાથી ઉપચારવચને તેમ કહી શકાય. એક આચાર્ય પોતાનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પુરુષાર્થ ઉપાડવા ભક્તિભાવથી કહે છે કે શ્રી કેવળજ્ઞાની ભગવાનને અનંત કરુણા છે. એમ કહ્યું તે ઉપચારવચન છે. તેમ કહેવાનું પ્રયોજન એ છે કે તેમનાં ભાવવચનના નિમિત્તે ઘણા જીવોને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વળી બીજી રીતે તેમને અકષાયકરૂણા છે. પોતાના ભાવમાં દોષ નથી આવતો તેનું કારણ અનંતી સ્વદયા છે. તે અકષાયકરુણા છે, પરમ વીતરાગતા છે. વળી કોઈ પરમાર્થ ભક્તિવશ પોતાનો પુરુષાર્થ ઉપાડતાં, નૈગમનયની દૃષ્ટિએ ભૂતકાળમાં ભગવાને જે વિનય કર્યો હતો તેનો વર્તમાનમાં આરોપ કરીને કહી શકે અને તે રીતે પોતાનો ભક્તિભાવરૂપ પુરુષાર્થ ઊછાળે. જેમ છે તેમ અપેક્ષા જે નહિ સમજે તે ભૂલ ખાશે. સિદ્ધ ભગવાનમાં પણ નિગોદ અવસ્થા ગૌણપણે છે. એ રીતે ભૂત-પૂર્વની અપેક્ષા પ્રયોજનવશ સમજવી જોઈએ. નિશ્ચયર્દષ્ટિએ “સર્વ જીવ છે સિદ્ધસમ” એમ પોતાના પુરુષાર્થના ઉપાડ માટે સ્વભાવ અપેક્ષાથી કહેવાય. તે જેમ છે તેમ સમજીને વર્તમાન અવસ્થા પ્રગટ પુરુષાર્થરૂપ છે, તેને સત્યાર્થપણે લક્ષમાં રાખે તો તેની અપેક્ષા સાચી છે. આ ગાથાનો સિદ્ધાંત લોકોત્તર વિનયમાર્ગમાં અકષાયભાવની દૃષ્ટિવડે નિર્માનપણાનો મહિમા જણાવવાનો છે. તે અપેક્ષાએ આ નિમિત્તનું કથન છે. તેનો પરમાર્થ ઉપર કહ્યો તેમ સમજી લેવો. બીજું કાંઈ ન સમજવું. સમજીને જેમ છે તેમ જાણવાનું છે. બાકી શાસ્ત્રમાં કોઈ વાતનો આશય કઈ અપેક્ષાએ આવે છે તે ન સમજાય તો મધ્યસ્થ રહેવું. જ્ઞાનને પામેલો શિષ્ય સગુનો વિનય ન ચૂકે. તેનો આશય એમ છે કે નિર્વિકલ્પ દશામાં સ્થિત કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પૂર્વે છદ્મસ્થદશામાં પોતે જે વિનય કર્યો હતો તે અવસ્થાનું જ્ઞાન પણ ખસે નહિ અને દિવ્યધ્વનિ છૂટે ત્યારે પૂર્વ અવસ્થાની વાત પણ આવે. કોઈ ઇન્દ્ર, ચક્રવર્તી આદિ ભગવાન કેવળજ્ઞાનીને પૂછે તો અમે અમારા ગુરુનો પ્રથમ આમ વિનય-વિવેક કરતા હતા, એમ પણ વાણીયોગમાં આવે. ગયા કાળમાં જે વિનય કર્યો હતો તેનો નિષેધ ન કર્યો તે પણ વિનય છે. જ્ઞાનીને ઓળખી તેનો વિનય ન કરે તો સ્વછંદ ન ટળે. અહીં શ્રીમને જે કહેવું છે તેનો આશય એવો લેવો કે જે જીવોને વિનયનું માહાભ્ય ન હોય તેવા જીવોને ઊભા રાખીને પણ કોઈ અપેક્ષાએ વિનયનું માહાભ્ય કહ્યું છે. વૈયાવચ્ચનો અર્થ સેવા છે. એનો અર્થ વીતરાગ ભગવાનની પોતાના અકષાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૦] [ ૧૨૩ ભાવની સેવા છે. સર્વજ્ઞ ભગવાને પૂર્વે શિષ્ય અવસ્થામાં ગુરુનો વિનય અને વૈયાવચ્ચ કર્યા હોય તે વાતને કોઈ સાધક જીવ ભૂતનૈગમનયે તે ભૂતકાળની અવસ્થાનો વર્તમાનમાં આરોપ કરે તો તે દૃષ્ટિએ તેની વાત સાચી છે, કારણ કે તેને ભક્તિભાવ ઉછાળવો છે એ હેતુ છે. વળી તીર્થકર ભગવાનના નિમિત્તથી ચાર સંઘની સ્થાપના થઈ તે પણ ઉપચારથી વૈયાવચ્ચ છે, કારણ કે તે અસંખ્યાત જીવની સેવા છે, પોતાના પુરુષાર્થને વીર્યને ઉપાડવા માટે ધર્માત્મા પોતાના વિનયગુણને ઉપાડીને છેલ્લી હદ સુધી આ રીતે પણ ખેંચી જાય છે. એવો સત્નો વિનય કરનાર પોતાના ગુણનો આદર કરે છે. ૧૯. એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦. શ્રી તીર્થંકરાદિ કેવળી ભગવંતોએ દિવ્યધ્વનિમાં એવો લોકોત્તર વિનયમાર્ગ ભાખ્યો છે. એ સન્માર્ગનો આદર-વિનય, સુલભબોધિ આરાધક જીવને હોય છે. તેઓ આ આશય સમજશે. બાકી સ્વચ્છેદીને નહિ બેસે અને અવળો અર્થ ગ્રહણ કરી સ્વચ્છેદનું પોષણ કરશે. જે સાચો મુમુક્ષુ છે તે શ્રી જિનેશ્વર ભગવંતોનો કહેલો લોકોત્તર વિનયમાર્ગ સમજશે અને આરાધશે. નિયમસારમાં આચાર્ય મહારાજ કહે છે કે અહો સત્સમાગમ ! અહો સદ્ગુરુનો આશ્રય! એ ચરણકમળ સેવ્યા વિના આ વસ્તુ સમજાય તેમ નથી. તેમાં પ્રત્યક્ષ સગુરુના ગુણનું બહુમાન લાવી પૂર્ણ પવિત્ર કેવળજ્ઞાન સ્વરૂપનાં ગાણાં ગાયાં છે. તે સંબંધમાં કારણપરમાત્મા તથા કાર્યપરમાત્માના સ્વરૂપનું વર્ણન છે કે સ્વશક્તિ પરમાત્મતત્ત્વ સહજ આનંદમય અનાદિ-અનંત પારિણામિકભાવ છે તેની પ્રતીતિ શ્રી સદ્ગુરુ આશ્રયથી થઈ છે; માટે નિમિત્ત કારણમાં ગુરુ ભગવાન કહ્યા. જ્યાં અધૂરી દશા છે ત્યાં આગળ અનંત જ્ઞાનીઓનો આદર થયા વિના ન રહે, પણ જેને પરમાર્થસ્વરૂપનો પ્રેમ નથી તેને સત્ અને સન્ના નિર્દોષ નિમિત્તનો આદર નહિ આવે. અનંત કાળમાં સ્વચ્છંદ અને મતાગ્રહથી જ સની ઓળખ (પ્રતીતિ) થઈ નથી. માટે સદ્ગનો આશ્રય અને વિનયનું બહુમાન પરમાર્થે પ્રયોજનકારી છે, એમ સમજવું. સુજાતવંત શિષ્ય અકષાયભાવની પૂર્ણ પવિત્રતાનો ઉપાસક છે, માટે જેમને વિષે પ્રગટ પુરુષાર્થ વર્તે છે એવા સદ્ગુરુ અને સાચા દેવ, ગુરુ, ધર્મના સ્થાનભૂત નિમિત્તો, તેમાં પોતાના ભક્તિભાવનો નિક્ષેપ કરીને બહુમાન કર્યા કરે છે. નિર્માનપણે વીર્યને પૂરેપૂરું ઉપાડી શકે એવા નિર્માનપણાનો એ હેતુ છે. અકષાયભાવપૂર્ણસ્વભાવ છે, તેની પ્રાપ્તિ પોતાના પુરુષાર્થથી થાય છે; તેમાં વચ્ચે શુભ પરિણામના વિકલ્પ સહેજે આવે છે. સાધક ધર્માત્માને આખું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જગત ઉપકા૨ ક૨વા તૈયા૨ છે, લોકોત્તર માર્ગની કૂંચી સદ્ગુરુઆશ્રયથી સમજાય છે. તેથી કહ્યું છે કે સુલભબોધિ જીવ હોય તે જ આ લોકોત્તર વિનય, દ્રવ્યે અને ભાવે જેમ છે તેમ સમજીને પોતાનું કાર્ય કરી લેશે. แ લોગસ્સનો પાઠ “ લોગસ્સ ઉજ્જોયગરે” થી શરૂ થાય છે. એમાં આવે છે કે ‘આરૂગ્ગ બોહિલાભં.” ( અકષાય સ્વરૂપની જાળવણી) એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું પામવું તે બોધિબીજ છે. પૂર્ણતાને લક્ષે, નિજસ્વરૂપની સાવધાની વડે રાગ-રહિત જ્ઞાનમાં ટકી રહીને, તે સમતા આયુષ્યપર્યંત નિભાવી ૨ાખી મરણટાણે તે અખંડ શુદ્ધ સ્વરૂપની આરાધના વડે સમાધિમ૨ણ ક૨વું તે સાચો વિનયમાર્ગ છે, તે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રને અખંડ ધારાએ નભાવે તે બોધિ અખંડને પામીને પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે છે. વર્તમાન કાળમાં સર્વજ્ઞ તીર્થંકર ભગવાનનો સાક્ષાત્ પ્રત્યક્ષ યોગ નથી, તેથી કરીને કદાચ એકાદ ભવ બાકી રહે તો તેનું ભાવથી આંતરૂં નથી. સદ્ગુરુનો વિનય એ પરાધીનતા નથી. સત્નો વિનય એ પોતાની સહજ સ્વતંત્ર દશાનો વિકાસ છે. દેવ-ગુરુ-ધર્મ વીતરાગ છે, તેના વિનયમાં સુપાત્ર જીવ પુરુષાર્થવંત નમી પડે છે, ઢળી પડે છે, અને છઠ્ઠી ભૂમિકા સુધી દેવ-ગુરુ-ધર્મની ભક્તિ સ્વરૂપઅનુસંધાનના લક્ષે કરે છે. ભાષામાં અહંપણાનું વચન પણ ન આવે. નિમિત્તની ભાષા વિનયથી જ આવે. એ સાધકની નમ્રતા છે, ગુણ છે. ‘હે પ્રભુ!’ ની સ્તુતિ છે. તેમાં સદ્ગુરુનું માહાત્મ્ય, માન ટાળીને પુરુષાર્થ ઉપાડવા માટે કહ્યું છે. છેલ્લી કડીમાં આવે છે કેઃ ‘પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એજ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દેજ.’ તેમાં પોતાના પુરુષાર્થની અધિક જાગૃતિ છે, સ્વરૂપની દૃઢતા છે, દીનતા નથી, પણ પુરુષાર્થની સબળાઈ છે. આ અલૌકિક વિનય કોણ સમજે? સુલભબોધિ આરાધક આત્મર્થી જ સમજે, મૂળ ઉપાદાનની વાત આવે, ત્યાં એકાંત પકડે અને પુરુષાર્થ ભૂલે, અને નિમિત્તની વાત આવે ત્યાં મૂળને ભૂલે અને નિમિત્તને પકડે. એમ સ્વચ્છંદી પોતાના સ્વરૂપની સાવધાની રાખી શકે નહિ. અજ્ઞાની પોતાનો ગુણ બગાડે અને માને કે હું ઠીક સુધારું છું, પણ ધર્માત્મા વિવેકી છે. ખરો વિવેકી હોય તે પોતાનો પુરુષાર્થ બરાબર ન ઊપડે તો બીજાનો કે નિમિત્તનો વાંક ન કાઢે. પોતાની નબળાઈ જાણે અને ચારિત્રગુણ ખીલવવાનો પ્રયત્ન કરે અને કહે કે ધન્ય સદ્ગુરુ! મારા જન્મ-મરણનો તમે નાશ કર્યો. આપની શીતળ છાયામાં મારું કૃતાર્થપણું છે. હે નાથ ! આપે જ મને આત્મા આપ્યો છે, આપનો અનંત ઉપકાર છે; એમ નિર્માનપણે જ્ઞાનકળાથી પોતાનો પુરુષાર્થ ઉપાડે છે. એવો ૫૨માર્થભૂત વિનયમાર્ગ કોઈ સુલભબોધિ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૧]. [ ૧૨૫ સમ્યગ્વત આરાધક હોય તે મોક્ષમાર્ગને જેમ છે તેમ સમજે, પણ સત્નો વિરોધક દુર્લભબોધિ જીવ મતાર્થી હશે, તે લોકોત્તર વિનય સ્થાનકને લૌકિકમાં ખતવી નાખશે અને અજ્ઞાન તિમિરનું આવરણ પોતાને વિષે વધારશે. તે વિષે સાચા તત્ત્વના અજાણ મિથ્યાષ્ટિઓની દશા શું થાય છે તે હવે કહે છે. ૨૦. અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહિનીય કર્મથી, બૂડે ભવજળ માંહિ. ૨૧. આત્મસ્વરૂપથી અભાન જીવો છે તે મહામોહી છે. એવા મિથ્યાદેષ્ટિ જીવને મહામોહનીય કર્મ બંધાય છે. મૂળ તો જ્ઞાની સદ્ગને બીજાના વિનયની સર્વથા ઈચ્છા જ નથી, પોતાનો વિનય કરાવવા કામી નથી. જેણે આચાર્ય, ઉપાધ્યાય, મુનિપણાનું નામ ધારણ કર્યું છે તે જો જગત પાસેથી માન લેવાની કામના કરે, પોતાને યથાર્થ અનુભવ છતાં સદ્ગુરુપણું પોતામાં છે એમ સ્થાપન કરે, શિષ્ય આદિ પાસે વિનય કરાવે, અંતરંગમાં માનાદિની મીઠાશ વેદે, તેને માથે ૭૦ ક્રોડાકોડી સાગરની સ્થિતિનું મોહનીયકર્મ બાંધી નિગોદમાં અનંતકાળ રખડવાની જવાબદારી છે. જે શિષ્યો તત્ત્વ સમજ્યા વિના કુગુરુઓનો જ્યાં-ત્યાં વિનય કરે, નમન કરતા ફરે, તે પણ મહામોહનીય કર્મ બાંધે. ઘણા કહે છે કે તે ભગવાનના ભક્ત છે, સાધુનું ચારિત્ર પાળે છે, આત્માર્થે આકરાં વ્રત-તપ પાળે છે; માટે અમે તેના બાનાને (વેશને) નમસ્કાર કરીએ છીએ, એ ધર્મની શોભા છે. તેનાથી ધર્મ-તીર્થ નથી રહે છે; પણ અજ્ઞાન જેવું મહાપાપ કોઈ નથી. અજ્ઞાનપણું-અજાણપણું તે બચાવ નથી. વળી પક્ષી પણ રાત્રિભોજન નથી કરતા, ઢોરને કોઈ પરિગ્રહ દેખાતો નથી, વનસ્પતિમાં પણ શક્તિરૂપે સિદ્ધ જેવો આત્મા છે, તે પણ કોઈ જીવની હિંસા કરતાં નથી માટે તેમને વંદન કરવાથી ધર્મલાભ થવો જોઈએ, પણ એમ તો થતું નથી. બાહ્ય ચારિત્રનો વેશ દેખીને નમસ્કાર કરવો તે અજ્ઞાનને પુષ્ટિ આપવા જેવું છે. આ સમજવું કઠણ પડે તેમ છે. માટે કહીએ છીએ કે પ્રથમ આત્મસ્વરૂપ શું છે તેનો વિરોધ ટાળીને જાણો, ઘણા બધા વેશધારી માને છે કે અમે ત્યાગી છીએ, આમ ક્રિયા કરીએ છીએ, નિર્વદ્ય વસ્તુ લઈએ છીએ, પરિગ્રહના ત્યાગી છીએ, પણ આત્મા શું કરે અને શું ન કરે તેની કાંઈ ખબર ન પડે. તેને વંદનીય કેમ કહેવાય? પ્રશ્ન છે કે અમે ગૃહસ્થ છીએ એના કરતાં એ દ્રવ્યચારિત્રી યા દ્રવ્યસાધુ સારા ખરા કે? તેમને વંદન થાય કે? તો તેનો જવાબ છે કે તેના કરતાં સુદૃષ્ટિવાન ગૃહસ્થ અનંતગણા સારા છે. બગડેલું દૂધ છાશમાંથી જાય એમ દ્રવ્યલિંગી સાધુ ભલે ઉત્કૃષ્ટ ત્યાગવૈરાગ્યવાન દેખાતા હોય, ભલે બહારમાં જૈન મુનિ નામધારી હોય છતાં તે બગડેલા દૂધ જેવા છે; પણ ધર્મામા ગૃહસ્થ હોય તે તેના કરતાં અનંતગણો સારો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬] [ભગવાનશ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા માટે તત્ત્વનો અભ્યાસ કરો તો જેમ છે તેમ સમજાશે. ખોટાનો આદર થતાં સત્નો અનાદર થાય છે, માટે વિનય કરનારની પણ જવાબદારી છે. ૨૧. તે માટે કહે છે કે : હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ ગુરુ પાસેથી એક સાચો ન્યાય સમજનાર સુષ્ટિ જીવ આખી જિંદગી તેમનો ઉપકાર ન ભૂલે. આત્માની પવિત્ર દશાનો કામી-સાચા સુખનો કામી યથાર્થ વિવેકવંત હોય છે. તે યથાર્થ વિચારને સમજે છે, પણ જે મતાર્થી જીવ હોય તે તેનો અવળો નિર્ધાર લે છે, અથવા કાં તો તેવો વિનય શિષ્યાદિ પાસે કરાવે છે. અસગુરુને વિષે સદ્ગુરુની ભ્રાંતિ રાખી વિનયમાર્ગનો અવળો નિર્ણય કરી લે છે અને માને છે કે – પોતે દેઢ મુમુક્ષુ છે, વિનયવંત છે. એમ અસદ્ગુરુ પાસે જઈને અસદ્ગને દેઢ કરે છે અને નિજ માનાર્થે (પોતાના સંતોષ માટે) પોતાના જેવી ઊંધી શ્રદ્ધાવાળા અસગુરુ પાસે કહે છે કે તમે જ ધર્મતીર્થને ટકાવી રાખો છો, આપ જ સાચા છો, બીજા આમ કહે છે માટે ખોટા છે, એમ અસત્નો આદર કરીને માંહોમાંહે મિથ્યાત્વને, સ્વચ્છંદને દેઢ કરે છે. પોતાને પોતાનું અહિત કરવું નથી, છતાં અજ્ઞાન એ બચાવ નથી; માટે તે અવશ્ય ભવજળધિમાં બૂડે છે. એવા જીવો આ વિનયમાર્ગનો દુરૂપયોગનો કરીને પોતાનું અહિત કરે છે; હિત-અહિતનો જેને વિવેક છે એવા મુમુક્ષુ જીવો હોય તે જ્યાં વિનય ઘટે ત્યાં વિનય કરે, પણ કોઈ મિથ્યાદેષ્ટિનો વિનય ન કરે. તેનો અર્થ એમ નથી કે બીજાનો અનાદર કરે. કોઈ મુમુક્ષુ જીવ રસ્તામાં ચાલ્યો જતો હોય તેને ઉપકારી સુપાત્ર ધર્માત્મા મળે તેમનો એકનો જ વિનય કરે અને બીજા સંસારઅર્થી હોય તેનો વિનય ન કરે. તેમાં તેનો અવિનય નથી. સત્ની રુચિ થઈ ત્યાં સત્નો જ આદર હોય. પોતાને વિષે બીજા આમ ધારશે તો? એવી શંકા તેને ન હોય. જ્યાં લગી પૂર્ણ વીતરાગતા, સ્વરૂપસ્થિરતામાં એકાગ્રતા થઈ નથી, ત્યાં લગી ગુણવંત ધર્માત્માનું બહુમાન કર્યા વિના ન રહે. સમ્યગ્દર્શનનું સાધન-ઈષ્ટનિમિત્તરૂપ સદ્ગ, સંધેવ, સલ્ફાસ્ત્રનો વિનય કરે. કુગુરુ, કુદેવ, અને કુશાસ્ત્રનો વિનય ન કરે તે કાંઈ દ્વષ નથી. કંજૂસાઈ, અને કરકસર બેઉ ભાવમાં કેટલો આંતરો છે? એક વિવેકપૂર્વક જેમ છે તેમ સમજીને વિવેકથી વર્તે છે, એક તૃષ્ણાને પોષે છે; તેમ દેઢતા અને મતાગ્રહમાં આંતરો છે. દેઢતા એટલે સસ્વરૂપની નિઃશંક પકડ છે અને મતાગ્રહ એટલે મારાપણાના પક્ષની બુદ્ધિ છે. તેમાં દેષભાવની હયાતી હોય છે. ઉદાર અને ઉડાઉ તે બેઉ ભાવના આશયમાં જેમ ફેર હોય છે તેમ વિવેકી વિનયવંત અને આંધળો વિનય કરનાર એ બન્નેમાં ફેર છે. પકડ પકડમાં ફેર છે. બિલાડી ઉંદરને પકડે અને પોતાના બચ્ચાંને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૨] [ ૧૨૭ પકડે તેમાં ફેર છે. વેષધારી જૈન મુનિને પણ ધર્મબુદ્ધિથી વંદન ન થાય, પણ રાજાને નછૂટકે લૌકિક પ્રસંગવશ આવકાર આપવો પડે-એમ વ્યવહારના અનેક પ્રકાર જાણવા યોગ્ય છે. લોકોત્તર ધર્મને વિષે લોકોત્તર વિનય હોવો જોઈએ, તેમાં પોતાનો પરમાર્થ સધાય છે (સાધી શકાય છે). અકષાયભાવની અનુકમ્પા, (અનુ=અનુસરીને) સ્વરૂપની જાળવણી છે તે જ વિનય છે. પંચાધ્યાયી ભા. ૨ ગાથા ૪૪૬ માં કહે છે કે અકષાયભાવ તે જ નિજ અનુકમ્મા છે. શ્રીમદે બાહ્યના વ્યવહાર ઉપર બહુ લક્ષ નથી રાખ્યું. તેમની ઊંડી અપેક્ષા સાધારણ જીવને સમજવી કઠણ પડે તેમ છે. જ્યાં લગી પ્રમત્તભાવ છે, છઠું ગુણઠાણું છે, ત્યાં લગી વંધવંદક ભાવનો વિકલ્પ, આહાર આદિ હોય છે. સાતમીથી ઉપલી ભૂમિકામાં એટલે કે તેરમી ભૂમિકા સુધીમાં કોઈ એમ કહે કે વંધેવંદકભાવ હોય તો તે તદ્ ન્યાયવિરૂદ્ધ છે, તે વાત યથાર્થ જ નથી. તેરમી ભૂમિકામાં તીર્થકર ભગવાન તથા કેટલાક સામાન્ય કેવળી ભગવાન અરાગી હોવા છતાં તેમને ઉપદેશ તથા વિહાર હોય છે. [તા. ૮-૧૦-૩૯ ગાથા ૨૨ મી ચાલુ ] આ આત્મસિદ્ધિશાસ્ત્ર છે. તેમાં ૨૩ ગાથા સુધી ભૂમિકા બાંધી છે. તેમાં સ્વચ્છંદ, મહાગ્રહ, શુષ્કજ્ઞાની, ક્રિયાકાંડી વગેરે મતનો ત્યાગ, સદ્ગુરુની ઓળખાણ વગેરે અનેક ન્યાયથી કથન આવ્યું. અત્રે સદ્ગનો વિનય-ગુણીનું બહુમાન કોણ કરી શકે તે વાત ચાલે છે. સદ્ગુરુ કોણ કહેવાય, સશાસ્ત્ર કોને કહીએ, સુપાત્રતા કોને કહીએ, વળી કોને વંદન કરવું. વિનય કેમ કરવો, કેવો અભિપ્રાય રાખવો, કોને વિનય ન કરવો, કોને વંદન ન કરવું એ વગેરે કથન અનેક ન્યાયથી આવે, તેથી ઘણા જીવોને મૂંઝવણ થાય; પણ જે સાચો મુમુક્ષુ હોય તેને મૂંઝવણ થાય નહિ, તે યથાર્થ વિચારને જ્યાં જેમ છે ત્યાં તેમ સમજે છે કેમકે તે એક આત્માર્થનો જ કામી છે, પણ જેને સાચી પાત્રતા નથી તેને શંકા મૂંઝવણ થયા કરશે કે સાચાની શી ખબર પડે? સુગુરુ કોણ હશે? વિનય કેમ હશે ? કોઈ આમ ઉપદેશ આપે છે, કોઈ આમ ધર્મનું સ્થાપન કરે છે, તેથી અમને તો મૂંઝવણ વધે છે, કારણ કે જ્યાં જ્યાં જઈએ ત્યાં બધાય પોતાના માલની ઉત્કૃષ્ટતા ટાંકે છે. પણ જેને સ્વચ્છંદ, મહાગ્રહમાં નથી ટકવું અને સાચું સમજવાની તીવ્ર જિજ્ઞાસા છે, તેણે તો યથાર્થપણું સમજવું જોઈશે અભિપ્રાયમાં ક્યાં ક્યાં ભૂલ આવે છે તે જાણવા માટે માન અને મતાગ્રહ છોડીને સદ્ગુરુના શરણે જવું, કારણ કે પોતાના છેદે કાર્ય થતું નથી. શાસ્ત્રન્યાય તથા સત્ય-અસત્યના ભેદ વગેરે ગમે તેવા અટપટા હોય છતાં મુમુક્ષુને જરાય મૂંઝવણ ન થાય. માટે સાચા સુખનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કામી, જે આગળ કહેવાયો તે વિનય આદિનો યથાર્થ વિચાર, પ્રમાણિકપણે જેમ છે તેમ સમજે છે. પોતાની પાત્રતા જ્ઞાનના વિવેકવડે તૈયાર કરે તેને મૂંઝવણ નહિ થતાં, બધી મૂંઝવણનો નિઃસંદેહપણે નિકાલ થઈ જાય છે. મારે મારું પૂર્ણ સત્ત્વ, અવિકારી જ્ઞાનઘનસ્વરૂપ, ત્રિકાળ નિર્મળ શુદ્ધ આત્મપદ જ જોઈએ છે એવો તેને યથાર્થ નિશ્ચય હોય છે. પોતે રાગ અને રાગરહિત નિજ પદની વહેંચણીમાં મૂંઝાય નહિ. અહીં ર૩ મી ગાથા સુધી જે કહ્યું છે તેનો યથાર્થ નિર્ણય મુમુક્ષુ જ કરી શકે છે. પણ જેને શંકા અને મૂંઝવણ છે તે સમજ્યો જ નથી. માટે જ્ઞાની કહે છે કે તમારામાં મુમુક્ષુતા હશે તો આ ન્યાયનું યથાર્થપણું જરૂર સમજી લેશો. જે સમજ્યો નથી તે ચોક્કસપણે સ્વચ્છંદ, માનાદિ, મતાગ્રહમાં રોકાણો છે. તે ભલે પોતાની ભૂલ ન ગણે પણ તેથી કાંઈ તે સમજ્યો ન કહેવાય; કારણ કે તેને કાં તો પુણ્યની મીઠાશ રહી હોય છે અગર તો મતનો, કુળધર્મનો આગ્રહ કે માનાદિની મીઠાશ આદિ હોય છે. આવા જીવને આત્માર્થ ન સમજાય, કારણ કે તેના હૃદયમાં મિથ્યાત્વનું શલ્ય છે. જેમ કૂવામાં પાણી મીઠું અને એક જ જાતનું છે; પણ તે કૂવાના એક થાળામાં કાળીજીરીની પોટલી નાખી હોય તો તે થાળામાંથી નીકળતું બધું પાણી કડવું જ આવે અને બીજા થાળામાં સાકરની પોટલી નાખી હોય તો બધુંય પાણી ગળ્યું-સાકરના સ્વાદ વાળું આવે; એમ આત્મારૂપી કૂવામાં મીઠું પાણી ભર્યું છે, પણ જેના હૃદયરૂપી થાળામાં મિથ્યાત્વરૂપી કડવાશ, મતાર્થ, માનાર્થ અને સ્વચ્છંદ ભર્યા છે તે જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે તોપણ આત્માની નિરાકુળ શાન્તિ, અકષાયપણું, સહજ આનંદ-તેનો અંશ પણ તેને ન આવે. તેનું કારણ એ છે કે તેની શ્રદ્ધા અને વર્તન વિપરીતપણે પરિણમે છે. તેને કોઈ ભૂલ ટાળવાનું કહે તો તે માને નહિ, ઊલટો કુગુરુ પાસે જઈ એવો નિર્ણય કરે કે જેથી તેનું અવળું જ કાર્ય થાય; તેની રુચિ જ તેને તેવું વલણ કરાવે છે; મિથ્યાત્વ દૃઢ થાય તેવા જ અસત્ સમાગમનો પ્રેમ કરે છે. તેથી તે અવળો વિનય સમજીને એવો ઊંધો નિર્ધાર કરી બેસે છે કે તેને સાચું સમજતાં વિરોધ આવશે. તેવાને દુર્લભબોધિ કહ્યા છે, કારણ કે તેને સની પરીક્ષા નથી; તે સાચો વિનય નહિ સમજે. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કહે છે કે હે શ્રીગુરુ! આપના ચરણકમળના પ્રતાપે હું સંસારનો પાર પામી ગયો છું. જુઓ! કેટલો સત્નો આદર છે! પોતામાં અનંતી પાત્રતા હોવા છતાં શ્રીગુરુનું બહુમાન કરે છે, ગુરુ પ્રત્યે દીનતા કરે છે. એ જ અનંતી સાધકશક્તિ બતાવે છે, પૂર્ણ તત્ત્વને પહોંચી વળવાની ધગશ બતાવે છે. દર્શનસારમાં દેવસેન આચાર્ય કહે છે કે હે પદ્મનંદી ! હે કુંદકુંદાચાર્ય પ્રભુ! તમે જો સાક્ષાત સીમંધર તીર્થકર ભગવાન પાસે જઈને આ સમયસાર પાહુડ (સ્વાત્મબોધ સમયપ્રાકૃત) ન લાવ્યા હોત તો અમારા જેવા મુનિનું શું થાત? આપનો અનંત ઉપકાર છે. આપ વડે જ અમે આત્મપણું પામ્યા છીએ. એમાં જ સદ્ગુરુ અને સદ્ધર્મનો વિનય છે. પોતાનો આત્મા જો ગુણવૃદ્ધિમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૩] [ ૧૨૯ નમી ન પડે. નમ્રતા ન દેખાય તો તે આત્માર્થી નથી. મતાર્થીના અભિપ્રાયમાં અનંતુ અજ્ઞાન દરેક ક્ષણે ભર્યું છે, ત્રિકાળી સત્નો અનાદર તે કરી રહ્યો છે. પછી ભલે તે ગમે તેવું ધર્મી નામ ધરાવતો હોય. આત્માર્થી ધર્માત્મા નમન કરે છે કે-હે ગુરુ! હે પ્રભુ! હું નહિ, તું જ સત્ય છે, તારા આધારે જ મારું સત્યમય જીવન છે, એમ સમજીને વિનય કરે. મહા ધર્માત્મા નગ્ન નિર્ગથ મુનિ પદ્મનંદી આચાર્ય ઋષભજિનની સ્તુતિ કરતાં કહે છે કે-હે સર્વજ્ઞ વીતરાગ જિનેશ્વર ! હું વાણી વડે આપની સ્તુતિ કેમ કરી શકું? વિકલ્પ દ્વારા સહજસ્વભાવનું વર્ણન કરવાને અસમર્થ છું, મૂઢ છું. તેઓ પૂર્ણજ્ઞાયકતાને લક્ષે જ્ઞાનઘનમાં મસ્ત હતા, સ્વાનુભવના લક્ષે પૂર્ણતાને પહોંચી જવાના કામી હતા. સત્પરુષનો વિનય કરીને ઠરી ગયા હતા. એક જ ભવે મોક્ષે જવાના છે. તેમણે કોઈવાર મિથ્યાષ્ટિને-મોહી જીવને નમન કર્યું નથી, કાંઈ દ્વેષ નથી. જ્ઞાની જે કાંઈ બોલે, જે કાંઈ કરે તે બધુંય સવળું છે. આત્મા અવિનાશી ચિદાનંદ, સહજસ્વભાવી છે અને દેહાદિ જડવસ્તુના લક્ષે જે જે ભાવ છે તે વિકાર પરભાવ છે. રાગભાવથી આત્મસ્વરૂપની સિદ્ધિ નથી, માટે જ આત્માર્થી ધર્માત્માનો વિનય કરતો હોય ત્યારે પણ અંતરંગમાં જ્ઞાનદશાની સ્થિરતા છે, પોતાના બેહદ અકષાયભાવનું લક્ષ છે. તેના લક્ષમાં વર્તતો જ્ઞાની સાધક ધર્માત્મા પોતે સ્વભાવમાં એકાગ્ર-સ્થિર રહી શકતો નથી ત્યારે પુરુષાર્થ ઉપાડવા વિનય સહિત સદ્ગની સ્તુતિ કરે છે. તેમનો વિનય પ્રમાણિક છે. નીચલી ભૂમિકાવાળા મુમુક્ષુ પણ સમજીને વિનય કરે છે. હવે આ ભૂમિકાની છેલ્લી ગાથા કહે છે. ૨૨. હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેવું મતાર્થી લક્ષણો, અહીં કહ્યા નિર્પક્ષ. ૨૩. જેને પોતાના મતના પ્રયોજનને સિદ્ધ કરવું છે, મતાગ્રહ મૂકવો નથી તેવા મતાર્થી માનાર્થીને આત્માનું લક્ષ થાય જ નહિ. આત્મલક્ષ એટલે પરદ્રવ્ય અને પુણ્ય-પાપ આદિ બધા પરભાવોના લક્ષણોથી સ્વાશ્રિત જ્ઞાન દ્વારા આત્માને પરથી જુદો પાડવો. આ આત્માનું નિર્દોષ લક્ષણ છે. તે સ્વરૂપને યથાર્થપણે મુમુક્ષુ જીવ ઓળખી શકે છે પણ મતાર્થી જીવ તેનું લક્ષણ અન્યથા માન્યું હોય છે. મતાર્થીને સની ઓળખ નથી. હવે મતાર્થીના લક્ષણની ઓળખાણ કહે છે કે જેમ ગોળનું લક્ષણ ગળપણ, કાળીજીરીનું લક્ષણ કડવાશ, તેમ મતાર્થીનું લક્ષણ મતાગ્રહું; અને આત્માર્થીનું લક્ષણ કેવળ નિર્દોષ આત્માર્થ. મતાર્થીને પક્ષપાતી એ માટે કહ્યો છે કે તેને સદ્ગુની અને સની ઓળખાણ નથી, પણ તેની વિરુદ્ધતાને અનુસરે છે. તે પોતાનો સ્વચ્છેદ રાખીને વિપરીત પણે આદરે છે. બીજી વાત એમ છે કે અગિયારમે ગુણઠાણેથી પણ જીવ પડી જાય છે, પણ તે કહેવાનો આશય એમ નથી કે બીજા જીવો પુરુષાર્થમાં નબળાઈ રાખે, પ્રમાદ કરે. જ્ઞાનીનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કોઈ વચન પુરુષાર્થને નબળું પાડનાર ન હોય. કોઈ એમ માને કે, અરે રે! આટલી ઊંચી ભૂમિકાવાળા પણ પડી જાય છે, તો આપણું શું થાય? આવાં મોળાં ઓઠાં લેનારાએ પૂર્વે મોળાપણું સેવીને પોતાના સ્વાધીન તત્ત્વને પરાધીન અને ભયવાળું માન્યું છે. વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થંકર ભગવાનનાં વચનોનો આશય બધા જીવોના ભાવની ઉજ્જવળતા અર્થે, નિઃશંક સ્વભાવની વૃદ્ધિ થવા માટે હોય છે. સર્વજ્ઞનું વચન નિષ્પક્ષપાતી હોય છે. તેમનાં વચનો સમજીને સવળો અર્થ લેવાની જેને રુચિ નથી તે ઊંધો ભાવ પકડી લે છે; પણ સર્વજ્ઞ ભગવાનનો હેતુ સર્વ જીવોના હિત માટે હોય છે. પૂર્વે તેમણે એવી ભાવના કરી હતી કે સર્વ જીવોને આત્મધર્મ પમાડું (એનો ગર્ભિત ભાવ એ છે કે મારો આત્મા શીધ્ર પૂર્ણ થઈ જાઓ), એટલે એમના નિમિત્તથી સમવસરણમાં જે ધ્વનિ છૂટે છે તે આત્માર્થબોધક અને પરમ હિતકારી જ હોય છે. શાસ્ત્રમાં તેમનાં કથન ગણધર આચાર્યો ટૂંકી ભાષામાં ગોઠવે છે, તે સંક્ષેપમાં જ હોય. તેમનો આશય જીવો સમજીને પુરુષાર્થ લાવીને આત્મકલ્યાણ સાધે એવો હોય છે. બીજી વાત એ છે કે એક આત્માની જાત એવી છે કે જે કદી મોક્ષે ન જાય. પણ એ સાંભળતાં જ્ઞાનીનું વચન જે ભાવે અને જે રીતથી છે તે ભાવે જે જીવ સમજે તે અભવી હોય નહિ. ભગવાનનાં વાકયથી તો ગુણની વૃદ્ધિ થવી જોઈએ પણ તેનો ન્યાય ન સમજતાં જે બહાનાં કાઢે છે કે આમ ન હોવું જોઈએ, તેનો નકાર કરવારૂપ પોતાની કલ્પના વડે કહે કે તેનો અર્થ આમ હોવો જોઈએ વગેરે અનેક બહાના બતાવી પરનો દોષ માનનાર-કહેનાર તેને આત્માર્થ નથી જોઈતો પણ મતાર્થ અને વિખવાદ જોઈએ છે. જેને આત્માર્થ જોઈએ છે, તેણે પોતાનો સ્વચ્છંદ, મતાગ્રહ છોડીને શ્રીગુરુ શરણે જવું જોઈએ. ૨૩. હવે મતાર્થીનાં લક્ષણ નિષ્પક્ષપાતપણે કહે છે કે : બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય; અથવા નિજ કુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪. જેને સાચું જ્ઞાન નથી પણ જેનો બાહ્યત્યાગ-વૈરાગ્ય દેખાય તેવાને લોકો સાચા ગુરુ માને છે; કારણ કે જગતના લોકો બાહ્યદૃષ્ટિથી જોનાર છે. કોઈને ખૂબ આકરી કષ્ટક્રિયા દેખાય તો કહે અહો! તપ કેટલા કરે છે! વસ્ત્ર કેટલાં ઓછાં વાપરે છે! વળી કોઈ પાશેર શીંગથી નભાવે તો તેનો મહિમા લાવી ગાણાં ગાય. વળી કોઈ નગ્ન હોય, કોઈ તપેલા પતરા ઉપર ત્રણ કલાક તપતો હોય કે બ્રહ્મચર્ય જેવું કોઈને દેખાતું હોય તેને દેખીને વાહ! વાહ! કરી બેસે, અને વિનય કર્યા કરે કે અહો ! તમે ભારે ત્યાગી છો. જગતમાં ધર્મને બહાને અન્યથા વર્તનારા બે વર્ગ મુખ્ય છે-કોઈ શરીરબળવાળા હોય તે ક્રિયાકાંડ અને કાયકલેશમાં પ્રવર્તે છે અને જે શરીરબળમાં મંદ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૪] [૧૩૧ હોય પણ બુદ્ધિબળ વિશેષ હોય છે તેને ચારિત્ર ઉપર એટલે કષાય ટાળવા તરફ લક્ષ હોતું નથી, પણ શુષ્કજ્ઞાનીપણું હોય છે. તે બુદ્ધિવાળા ક્રિયાકાંડવાળાને નિષેધે છે અને ક્રિયાકાંડવાળા શુષ્કશાનીને નિષેધે છે. એમ બેઉ સમજ્યા વિના-આત્માના ભાન વિના એકબીજાને નિષેધે છે. વળી કોઈને બન્ને પ્રકાર હોય એટલે કે પરમાર્થ સમજ્યા વગરનું શાસ્ત્રજ્ઞાન, બાહ્યજ્ઞાન હોય અને ક્રિયા પાળતો હોય તેને પણ સન્ની ખબર નથી. તે બેઉને વિપરીત પણે માને છે અને કહે છે કે જાઓ! અમે સમજીને જ્ઞાન અને ક્રિયા કરીએ છીએ. આત્માર્થી ધર્માત્મા હોય તે જગતના ભિન્ન-ભિન્ન મત દેખીને મૂંઝાય નહિ. તે તો ખોટાનો નિષેધ કરે, તે તેનું પ્રમાણિકપણું છે, તે કાંઈ દ્વેષ ન કહેવાય; પણ વિકલ્પદશા હોય તો તે જાતનો વિકલ્પ આવી જાય તે અપેક્ષાએ અહીં કહ્યું છે. આત્મા જ્ઞાનસ્વરૂપે છે, રાગને કરનાર રૂપે નથી. બાહ્યત્યાગ-ગ્રહણરૂપ કે શુભ રાગરૂપ નથી. કોઈને દુઃખગર્ભિત વૈરાગ્ય હોય તેને પણ ત્યાગ-વૈરાગ્ય મનાઈ જાય છે. કોઈ માસ ખમણનાં તપ કરતો હોય તેનો દુર્બળ દેહ દેખીને ઘણા માન આપવા આવે. વળી સ્ત્રી આદિનો વિયોગ હોય તેને વિષે કંઈ મોટાઈ દેખાય છે. તેને માન આપનાર જીવને ઘરસંસારનો ખૂબ મોહ, મમતા હોય છે, તેથી તેવા જીવો આવા ત્યાગીને દેખીને તેના પ્રત્યે બહુમાન કરે છે, પણ આત્મતત્વની ઓળખાણ શું? તેની તેને ખબર નથી. ત્રણ પ્રકારના પરીક્ષક કહ્યા છે : (૧) અજ્ઞાનીઓ પ્રથમ વેશ નીરખે છે કે આપણા સંપ્રદાયનો વેશ છે ને! પોતાના કુળધર્મનો વેશ દેખીને રાજી થાય. (૨) તેનાથી કાંઈ વધુ ડાહ્યા હોય તે દેહના ચારિત્રને-ક્રિયાને ઓળખે છે. પોતાની માનેલી બાહ્ય ચારિત્રની ક્રિયા હોય તો વખાણે. (૩) જે બાહ્ય ત્યાગ કે બાહ્ય વેશ ઉપર વજન નહિ આપતાં અંતરંગ તત્ત્વસમ્યસ્વરૂપને યથાર્થ જાણે છે, તેની જ પરીક્ષા કરીને સત્નો આદર કરે છે અને ખોટાને ખોટું સમજે છે, તે જ આત્માર્થી છે. કોઈ માને છે કે ખોટા-સાચા ધર્મની પરીક્ષા કરવા બેસીએ તો રાગ-દ્વેષ થાય, માટે પરીક્ષા કરવી નહિ, એવું માનનારા મૂઢમતિનો અત્રે નિષેધ થયો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જેઓની બાહ્યદૃષ્ટિ છે તે બાહ્યના ત્યાગ-વૈરાગ્યને સ્થૂલષ્ટિએ દેખે છે અને તેનો વિનય, નમસ્કાર આદિ બહુમાન કરે છે. તેનું કારણ એ છે કે પોતે દેહાદિનાં સુખ, સગવડતા, આસક્તિ ઘટાડી શકતો નથી, એટલે એવી સગવડતા વિના બાહ્યનું ચારિત્ર-કાયકલેશ દેખે ત્યાં અધધ થઈ પડે છે; તેવા જીવને આત્મા ૫૨વસ્તુનાં ગ્રહણ-ત્યાગ રહિત, નિર્મળ, અબંધ, બેદ જ્ઞાતા છે તે કેમ બેસશે ? જેણે બાહ્ય ત્યાગ-વૈરાગ્ય ઉપર આત્માની હૃદ બાંધી તેને બેહદ સામર્થ્યસ્વરૂપ આત્માની ઓળખ નથી, તેને અંતરંગ ત્યાગ નથી. બાહ્ય જોગની ક્રિયા દેખાય તે ઉ૫૨થી સાચું લક્ષણ માનવું તે દોષિત લક્ષણ છે. જેને સાચું જ્ઞાન નથી એટલે અંતર ત્યાગ-વૈરાગ્ય નથી તેને બાહ્ય ત્યાગમાં અજ્ઞાનપૂર્વક, અભિમાનસહિત, મિથ્યા આગ્રહસહિત કર્તૃત્વબુદ્ધિ છે. તેનો વૈરાગ્ય કેવળ દ્વેષરૂપ વા દુઃખગર્ભિત અથવા મોહગર્ભિત છે, પણ જ્ઞાનગર્ભિત નથી. રાગના ત્યાગરૂપ ત્યાગ થયો નથી, પણ તેને બાહ્ય પદાર્થ કે પ્રસંગનો જોગ ન હતો, સ્ત્રી આદિ પરિગ્રહની અંતરાય હતી, તેથી તેને વર્તમાનમાં જે ત્યાગ જેવો યોગ દેખાય છે તેમાં તેને કર્તુત્વભાવ છે ને જ્ઞાતાસ્વભાવનો તિરસ્કાર છે. [ તા. ૯-૧૦-૩૯ ગાથા ૨૪ ચાલુ ] જેને પોતાના સસ્વરૂપની રુચિ નથી તેવા બાહ્યદૃષ્ટિ જીવો બાહ્ય લક્ષણને જ જુએ છે. તેમાં એમ પણ આવ્યું કે પ્રથમ જે જીવો સદ્ગુરુ સંબંધમાં જ ભૂલે છે તે બધુંય ભૂલે છે. તેનાં કારણ જણાવ્યાં. સદ્ગુરુનાં લક્ષણો પ્રથમ બતાવ્યાં કે શ્રી સદ્ગુરુ જ મુમુક્ષુ આત્માને સાચું હિત સમજાવી શકે છે; વ્રત, તપ, ધર્મ એ શું છે, નિશ્ચય-વ્યવહા૨ની સંધિ શું છે, ૫૨થી જુદાઈ, એકત્વની પ્રાપ્તિ શું છે તે સદ્ગુરુ યથાર્થપણે સમજાવી શકે છે. સાસ્ત્ર તથા સન્દેવની ઓળખાણ શ્રી સદ્ગુરુ કરાવે છે. અસદ્ગુરુઓ સન્દેવ-ગુરુ-શાસ્ત્ર અને અંતરંગ વિરતિથી ઊંધું જ બતાવે છે. અસદ્ગુરુનો સંગ ક૨ના૨ પોતે જ અલાયક છે. મતાર્થી જીવોને અનાદિથી બાહ્ય વસ્તુનો તેની દૃષ્ટિ મુજબ મોહ હોય છે. તેથી ગુરુની ઓળખાણ બાહ્યલક્ષણથી કરે છે. ૨૪ મી ગાથામાં કહ્યું છે કે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજ કુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ” જગતને અંત૨ની પરીક્ષા નથી, માટે બાહ્યત્યાગમાં ઝૂકે છે, તેને ધર્મ માને છે. જેને અંતરંગ ત્યાગ નથી તેને સમ્યગ્દર્શન નથી અને જેને સાચું જ્ઞાન નથી તેને ચારિત્ર એટલે જ્ઞાનની સ્થિરતા પણ નથી. જ્ઞાનરહિતપણું તે કુગુરુનું અને મતાર્થીનું લક્ષણ છે. 66 બાહ્યદૃષ્ટિ જીવ સ્થૂલ પર્યાયને દેખે છે, એટલે કે, આ ત્યાગી છે, બ્રહ્મચારી છે, ઊનાં પાણી પીએ છે, આમ તપ કરે છે, મુનિ છે, એમ જે બહારનું લક્ષ કરે છે. તેઓ આત્માને ભૂલે છે. તે જીવો એમ માને છે કે આ ગુરુ સાચા છે. · અથવા નિજકુળ 6 Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૫ ] [ ૧૩૩ ધર્મના તે ગુરુમાં જ મમત્વ” આ ૨૪ મી ગાથામાં એ આવ્યું કે પોતાથી બાહ્ય ત્યાગ વિષયકષાયાદિનો ત્યાગ નથી થતો, તેથી જેને ત્યાગાદિ જેવો યોગ છે તેને બહુમાન આપે છે. પણ બાહ્ય ત્યાગથી ધર્મ હોય તો વનસ્પતિ વગેરે એક સ્થાને બાહ્ય ત્યાગી થઈને બેઠા છે; તેમને પણ ધર્મ થવો જોઈએ. કેટલાક લોકો પોતાના માનેલા ગુરુ જ સાચા છે એમ પોતાના સ્વચ્છંદને જ પોષે છે, અને તેમાં જ મમત્વ દઢ કરે છે. સાચું શું તેની ઓળખ વિના કુળધર્મના ગુરુને દઢ કરે. ગમે તેવા ધર્મગુરુ હોય પણ આપણાથી તો તે સારા છે, આપણે તો સંસારી છીએ માટે આપણે તો તે જે કહે તે માનવું, એમ કેટલાકો કહે છે, પણ સત્ય શું છે તે સમજવાની ગરજ વિના મતાગ્રહને દેઢ કરનારા ખોટાનો જ મમત્વ કરે છે તે મતાર્થી છે. અહીં બે લક્ષણો બાંધ્યા કેઃ (૧) સાચું જ્ઞાન નહિ, અને (૨) અંતર ત્યાગ નહિ એટલે જ્ઞાનની સ્થિરતા નહિ.-એ બેઉ કુગુરુનાં લક્ષણ કહ્યાં, અને બે લક્ષણ મતાર્થીના કહ્યાં. ૨૪. જે ગુરુને ઓળખવામાં ભૂલ્યા છે તે સન્દવને ઓળખવામાં પણ ભૂલે છે. તે હવે કહે છે: જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજબુદ્ધિ. ૨૫. જે આત્મા પૂર્ણ શુદ્ધ પદને પામ્યા તે આત્મા પૂર્ણ આનંદસ્વરૂપ છે. તેમણે પૂર્વે ભાવના કરેલી કે સર્વ જીવોને આત્મધર્મ પમાડું. એ રાગના કારણે તીર્થકર નામકર્મની પ્રકૃતિ બંધાઈ ગઈ હોય છે. તેમનો દેહ અતિ સુંદર હોય છે. તે શરીરમાં ૧૦૦૮ ઉત્તમ લક્ષણ હોય છે. એ રૂપવંતપણું પુણ્યના અતિશયસહિત હોય છે. માર્થીઓ તેમના દેહાદિનાં અને પુણ્યના ઠાઠનાં ગુણગાન કર્યા કરે છે; પણ શ્રી વીતરાગતત્ત્વ શું છે તેના સ્વરૂપનું ભાન (કે જેનું યથાર્થપણું સમજ્ય નિજપદ પણ સમજાય,) તે કરતાં નથી તેઓ તો માત્ર શરીરનાં લક્ષણ, રૂપનાં વર્ણન ગાઈ ગાઈ, તેને ધર્મ માને છે પણ તે કાંઈ આત્માનું લક્ષણ નથી. તેઓ જ્યાં ત્યાં પુણ્યના અતિશયથી આત્માના ગુણ માને છે, પણ ખરી રીતે તે ગુણનો મહિમા નથી, પણ પુણ્યની ઉજળી ધૂળનાં વખાણ છે. સાચો મહિમા જ્ઞાની ધર્માત્મા જાણે છે. જેને પૂર્ણ શુદ્ધ આત્મતત્ત્વનું ભાન છે તેને આત્માના લક્ષણની ખબર છે. તેની સ્તુતિ કરનાર તે લક્ષે નિશ્ચયસ્તુતિ કરી શકે છે. અનંત આનંદથી ભરપૂર પૂર્ણ જ્ઞાનઘન તત્ત્વસ્વરૂપ, તીર્થંકર ભગવાનના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મામાં ભર્યું છે તેની ઓળખ નથી; અને ૩૪ અતિશય વગેરે તથા સોનાના ગઢ, આઠ પ્રાતિહાર્ય, ઇન્દ્રોની સેવા વગેરે ગાયા કરે; પણ અંતરંગસ્વરૂપ શું તેને ઓળખ્યા વિના તે ખરેખર રાગમાં રોકાણો છે, શ્રી જિનનું સ્વરૂપ ઓળખ્યા વિના તેની બધી ખતવણી ઊંધી છે. જિનપદ તે નિજપદ છે. શ્રી અરિહંતને દ્રવ્ય-ગુણ-પર્યાયથી યથાર્થપણે સત્સમાગમ વડે જે જાણે તે નિશ્ચયથી પોતાના જ સ્વરૂપને જાણે છે. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં ભગવાન કુંદકુંદાચાર્ય કહે છે કે जो जाणादि अरहंत दव्वत्तगुणत्तपज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।।८।। (શ્રી પ્રવચનસાર અ. ૧) જે કોઈ વીતરાગ પરમાત્માની પૂર્ણ શક્તિનો પિંડ આત્મા છે; તે જેમ છે તેમ જાણે છે એટલે કે અખંડ ત્રિકાળી, અનંત શક્તિથી અભેદ આત્મદ્રવ્ય, ગુણ અને પર્યાય યુક્ત અહંત ભગવાનના શુદ્ધ આત્માને યથાર્થપણે જાણે છે તેનો મોહ અવશ્ય ક્ષય પામી જાય છે. આત્મા અવિનાશી, પૂર્ણ નિર્મળ છે, અક્રિય અને જ્ઞાનમાત્ર છે, પરથી જુદો-અસંગ છે, એમ જિનપદ જાણ્યું તેણે નિજપદને જાણ્યું છે, તેથી તેની ભ્રાંતિ એટલે દર્શનમોહ ક્ષય થઈ જાય છે. કારણરૂપે તે જ વખતે મોહનો અભાવ છે. શ્રીમદ્ કુંદકુંદાચાર્ય પોતે વિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાન પાસે સાક્ષાત્ ગયા હતા અને આઠ દિવસ સુધી તીર્થકર સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળી હતી, તેમાં ક્ષાયિકભાવઅપ્રતિહતભાવનું વર્ણન તે વખતે ખૂબ ચાલેલું, એટલે એ ભાવના ભણકાર પ્રવચનસારમાં તથા સમયસારમાં દેખાય છે. સર્વજ્ઞનું સ્વરૂપ અને એ ભાવ જેણે જાણો તેનો મોહ એટલે સ્વસ્વરૂપની ભ્રાંતિનું કારણ મોહકર્મ અવશ્ય ટળી જાય છે-ક્ષય થાય છે. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે નગરીનું વર્ણન કર્યું કાંઈ તે નગરીનાં ભૂપનું વર્ણન થયું, ગુણગ્રામ થયાં-એમ ન કહેવાય; તેમ પુણ્યાદિ-શરીરાદિ ગુણની સ્તુતિ કર્યો કેવળી ભગવાનના ગુણની સ્તુતિ થતી નથી. તેમ જ ભગવાનને જે પુણ્યપ્રકૃતિનો યોગ છે તેનું જ લક્ષ કરીને, તેમાં મોહ પામી, તેમાં જે કોઈ પોતાની બુદ્ધિ રોકી રાખે અને કહે કે અહો ! અમારો કુળધર્મ કેવો રૂડો છે! ભગવાન ચાલે ત્યારે દેવો સેનાનાં કમળ રચે છે, નાટક કરે છે, એ વગેરે પુણ્યની મીઠાશ તરફ જેનું લક્ષ છે તેનું વલણ તત્ત્વ ભણી ન રહેતાં પુણ્ય ભણી રહે છે. વીતરાગતા સંબંધી કોઈ આત્માની વાત કરવા માગે તો વચ્ચે વાત નાખે કે ભગવાનને આવાં પુણ્ય હોય કે ૬૪ જોડ ચામર વિંઝાય વગેરે વગેરે; એમ જેને પુણ્યની મીઠાશ છે, પુણ્યનો રાગ છે, તેને પોતાનું ભાન નથી. અંતરંગસ્વરૂપની વીતરાગતાને ભૂલીને પુણ્યનાં વખાણ કરે છે. જ્ઞાની તેને કહે છે કે તને તારી જાત અને સર્વજ્ઞનું સ્વરૂપ જાણવાની રુચિ નથી. જે આચાર્યાદિ ધર્માત્માઓએ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૫ ] [ ૧૩૫ ભગવાનની સ્તુતિ કરી છે, તે પુણ્યની અપેક્ષાની વાત નથી. પણ આને તો ઊંડાણમાં પુણ્યની અને બાહ્ય માહાભ્યની મીઠાશ રહી છે; એવી મીઠાશ ન હોય તો આત્માની વાત-વીતરાગપણું જાણ્યા વિના ન રહે. તત્ત્વની વાતમાં અકષાયભાવની સ્થિરતાનું ટાણું હોય તે ટાણે જે પુણ્યાદિ ઠાઠની વાત મૂકે, તેમાં રસ લે, તેને અકષાય જ્ઞાતા વીતરાગનું માહાભ્ય નથી, પણ પુણ્યનુંરાગનું માહાભ્ય છે. શાસ્ત્રમાં આવે છે કે પ્રતિક્રમણ એટલે વિભાવથી પાછા ફરવું-સ્વરૂપમાં સાવધાન રહેવું. હવે તે ટાણે પુણ્યની-રાગની વાત કરવા-કરાવવા ઘણા જીવો બેસે છે. બીજા ખામણામાં લોકો ખાસ તે વર્ણન બોલાવે છે અને તેના પુણ્યવૈભવમાં રસ લે છે. તેમાં પોતાની વંચના છે. શાસ્ત્રમાં પુણ્યની વાત આવે, સર્વાર્થસિદ્ધિના દેવના વૈભવની વાત આવે, ઇન્દ્રાદિ, ચક્રવર્તી અથવા તીર્થંકર ભગવાનનાં પુણ્યનું વર્ણન આવે, તેમાં પોતાને ભૂલીને જે રાગ વેદાય છે તે અજ્ઞાનભાવ છે; જૂના રસનો આદર છે; ઊંડાણમાં તેની મીઠાશ છે. એ રાગનાં અંશમાત્રનો પણ જ્યાં આદર છે ત્યાં અવિકારી આત્માનો અનાદર કરે છે. પ્રશ્ન :- શુદ્ધભાવમાં નથી રહેવાતું માટે શુભભાવમાં શા માટે ન રહેવું? ઉત્તર :- શુભભાવ રાખવો તે ઉપાદેય છે એમ માનવું તે અજ્ઞાન છે. શુભભાવ રાખવા જેવા છે, કર્તવ્ય છે તથા હમણાં શુભ રાખીને પછી ઠીક થઈ રહેશે, શુભભાવ વ્યવહારધર્મ છે, એમ શુભ પરિણામમાં રોકાવાની ઉપાદેયબુદ્ધિ થઈ ત્યાં અજ્ઞાન છે. માન્યતા શું જોઈએ તે સમજો. શુભભાવ થઈ જાય તે જુદી વાત છે, પણ તેને ઉપાદેય માનવો તથા કરવા જેવો છે એમ માનવું તે જુદી વાત છે. જેમ છે તેમ સમજીને જ્ઞાન કરવાનું છે. જ્ઞાની પુણ્યના ઠાઠ અને દુઃખના સંયોગના ઢગલા બેઉને સમ ગણે છે. “રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.” આ અભિપ્રાય દેઢ બાંધ્યા વિના શુભયોગમાં પોતે મધ્યસ્થ નહિ રહી શકે શુભરાગ રાખવા જેવો છે, પુણ્યાદિ કરવા જેવાં છે. એ માન્યતા મિથ્યાશલ્ય છે. પુણ્ય તે હું નહિ, હું રાગરહિત છું, પૂર્ણ અસંગ છું-એમ અંતરંગ પુરુષાર્થથી એકવાર હા તો લાવો! તીર્થકર નામકર્મનાં પુણ્ય પણ મારે ન જોઈએ, એમ પરદ્રવ્ય, પરભાવની હેયબુદ્ધિનો સવિવેક તો લાવો! પરથી જુદાપણું અને આત્માનો આદર તે શું કાંઈ વાતો હશે? પોતાની વર્તમાન દશા કયા ભાવમાં વર્તે છે, તથા કઈ જાતના ભાવ છે; એના ભાન વિના, પોતે જડની જાત-પુણ્યની મીઠાશ વેદે છે અને માને છે કે હું દેવ-ગુરુ-ધર્મનો આદર કરું છું; તે તો પોતાની વંચના છે. તેને સર્વજ્ઞ પ્રભુએ અનંતાનુબંધી કષાયનાં પરિણામ કહ્યાં છે. અનંતકાળમાં જે નથી કર્યું તે સમજણનું કાર્ય કેવું હશે? તે સમજવામાં ઘણો વિવેક જોઈએ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જેને વિવેક છે તે સમજે છે કે હું જે જ્ઞાનીના ગુણગાન કરું છું તેના સ્વરૂપની જાતને જડની જાતના વિકારી ઠાઠથી ન ઓળખાય, એકલું અવિકારી, અસંગ, નિર્મળ, અવિનાશી, પૂર્ણજ્ઞાનઘન શુદ્ધ આત્મતત્ત્વ છે, તે પરદ્રવ્ય-પરભાવથી નિરાળું છે. એની શ્રદ્ધા થયે સર્વજ્ઞ વીતરાગ શ્રી જિનની પ્રતીતિનો ભાવ આવે જ. તેનો એક ન્યાય અનંતા સમ્યક ન્યાયને લઈ આવે. જેને તત્ત્વદેષ્ટિ નથી પણ બાહ્યદૃષ્ટિ છે તેને પુણ્યાદિ સગવડતાની મીઠાશ ઊંડાણમાં હોય જ. કોઈને દેવભુવનનું વર્ણન, તીર્થંકરાદિ વિભૂતિનું વર્ણન સાંભળવાની જો રુચિ હોય તો સમજવું કે તે જીવને પુણ્યાદિની સગવડતાની મીઠાશ છે અને તેથી તત્ત્વની વાત આવશે તેમાં તેને હોંશ નહિ આવે. પ્રશ્ન :- શું ભક્તિ આદિ શુભરાગ ન કરવો? ઉત્તર- રાગને કર્તવ્ય માને એ જુદી વાત છે અને શુભરાગ થઈ જાય તે જુદી વાત છે. આત્મભણી જેનું વલણ છે એવા ધર્માત્માને ઘણા ભાગે સાધકની અધૂરી દશામાં શુભ-પ્રશસ્ત રાગ થઈ જાય છે; પણ એનો અભિપ્રાય વીતરાગદેષ્ટિપણે વર્તે છે, અને તેથી નિર્જરા થાય છે. એ ભાવ કેવો હશે તે સમજવા માટે સત્સમાગમ ઉપર જ્ઞાનીઓ ભાર મૂકે છે. આત્મા આત્માને પોતાના સત્સમાગમનો લાભ આપે. એવા લાયક જીવને ભાષામાં અહંપણું ન હોય, નિર્માનતા જ હોય. હિતરૂપ અને અહિતરૂપ ભાવનો આંતરો પાડતાં ન આવડે તેની ખતવણીમાં જ્યાં ત્યાં ઊંધું જ આવશે. પ્રશ્ન :- સમજાય નહિ ત્યાં લગી શું કરવું? ઉત્તર :- સાચું સમજાયે ખોટું ઊભું ન રહે. ઝવેરીનું દૃષ્ટાંતઃ- બે ઝવેરી મિત્રો હતા. એક ઝવેરાતનો વેપારી પોતાના નાના પુત્રને મૂકીને મરી ગયો. પૈસાની તાણ પડી. તેની માતાએ ત્રણ રત્નો વટાવવા માટે પુત્રને તેના પિતાના મિત્રની પેઢી ઉપર મોકલ્યો. તે જાવાન પુત્ર તેની દુકાને ગયો. ઝવેરીએ હીરા જોઈને વિચક્ષણતા વાપરી કે આ હીરા તો તદ્ન કાચના છે, પણ અત્યારે કહી દઈશ તો તે મૂંઝાઈ જશે. તેથી કહ્યું કે, “ભાઈ ! આ હીરા હાલ વટાવવાની જરૂર નથી. તું હમણાં મારી દુકાન ઉપર બેસતો થા અને આપણા ધંધાની કળા શીખ. જ્યારે બે વરસ થયાં અને હીરાનો પારખું થયો ત્યારે તેના બાપાના મિત્રે આજ્ઞા કરી કે જા, તારા ત્રણ હીરા લઈ આવ. પેલાએ ઘેર જઈને પેટી ઉઘાડી અને પોતાના માનેલાં કિંમતી રત્નો હાથમાં લઈને જોયાં તો કાચનાં ખોટાં લાગવાથી તરત જ બહાર જઈને ફેંકી દીધાં. દુકાન ઉપર આવ્યો ત્યારે શેઠે પૂછયું કે, કાં ભાઈ! હીરા લાવ્યો?' ઉત્તર-ના જી, એ તો તન્ન ખોટા હતા. તમે મને પ્રથમ કેમ ન કહ્યું? ત્યારે ઝવેરીએ સમજણ પાડી કે તે ટાણે તને શંકા પડવાનો સંભવ હતો કે રખેને આ જૂઠું બોલીને મારા સાચા હીરા લઈ જાય અથવા તારી ધીરજ ખૂટી જાય. એમ ખોટી શ્રદ્ધાવાળો જો શ્રીગુરુ પાસે વિનય શીખવા આવે તો તેને પાછો કાઢી ન મૂકે, પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૫ ] [ ૧૩૭ હળવેથી કહે કે, “ભાઈ ! તમે અભ્યાસ કરો, સત્સમાગમ કરો, એટલે ખોટું શું અને સાચું શું? તે સમજાઈ જતાં ખોટાનો આદર ન થાય. પેલા ઝવેરીના છોકરાને પોતાની મૂર્ખાઈ ઉપર હસવું આવ્યું, તેમ સમ્યજ્ઞાન થયા પછી ગયા કાળમાં કાળા કેર કર્યા હતાં, એવી ભૂલ ઉપર હસવું આવ્યું કે કાચને મણિની જેમ, બાહ્ય વસ્તુનાં નિમિત્તને મેં સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નો માન્યાં હતાં અને ખોટામાં હરખાયો હતો. સાચું સમજતાં જ્ઞાની ખોટાનો આદર કરે નહિ. અહીં જ્ઞાનીને કહેવું છે કે જીવો એમ માને છે કે આપણાં કુળધર્મના દેવ છે, એટલે એનાં પુણ્યના વર્ણનથી મને લાભ થશે; એમ માનીને બાહ્ય દેહાદિ સમવસરણ આદિનું માહાભ્ય કર્યા કરે છે, તેને ધર્મ માને છે, તેને અંતરંગ સ્વરૂપની ખબર નથી. એવા મતાથને ઊંધો ન્યાય બેઠો છે, એટલે જ્યાં-ત્યાં ઊંધું જ ખતવશે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પ્રશ્ન છે કે અમને પુણ્યની મીઠાશ છે, એમ તમને ક્યાંથી ખબર પડી? અમે તો જાણીએ છીએ કે પુણ્યનું કારણ જાદું છે, અને મોક્ષનું કારણ જુદું છે, છતાં તમે શા આધારે એમ કહો છો? તેનો જવાબ એ છે કે :- તે અતીન્દ્રિય બેહદ જ્ઞાનાનંદસ્વભાવનાં સુખને પુણ્યનાં પરાધીન સુખ સાથે સરખાવ્યાં કે ઇન્દ્રના અને સ્વર્ગનાં સુખથી મોક્ષનું સુખ અનંતગણું છે, તેથી અમે જાણ્યું કે તને પુણ્યની મીઠાશ છે. તારી ભાષામાં ભાવ એવો આવે છે, કારણ કે વિકારી પ્રકૃતિની પરાધીનતારૂપ પુણ્યનો જડ રસ (શાતા રસ) તેનો ગુણાકાર અનંતગણો કરી શુદ્ધ આત્માની જાત સાથે સરખાવે છે તે એક ઝેરના બિંદુને અનંતગણો કરી તેની સરખામણીએ અમૃતની તુલના કરવી તે સમાન છે. એ જડની જાત-શાતાનો પરાધીન યોગ તેની જાતને અતીન્દ્રિય આત્માના નિરાકુળ સ્વાધીન આનંદ સાથે મેળવે છે તે ઝેર અને અમૃતનો સમન્વય કરે છે. એમ જે શ્રી જિનનાં દેહ અને સમવસરણનું જ માહાભ્ય કરે છે, તે વીતરાગનું સ્વરૂપ અને સુખ તેનાથી અનંતગણું તે જાતનું માને છે, માટે તેને શુદ્ધ આત્મસ્વરૂપની જાત કેવી હોય તેની ખબર નથી. વળી તે કહે કે અમારા અંતરંગ ભાવ એવા નથી, પણ અજ્ઞાન-અજાણપણું એ કાંઈ બચાવ નથી. પોતાથી રોગ ન ટળે તો વૈદ પાસે જવું પડે છે તેમ પોતાનાં પલાખાંમાં (ધારણામાં) કયાં ભૂલ છે તે જ્યાં લગી જીવ જાણતો નથી ત્યાં લગી આગળ વધી શકે નહિ. સાચું સમજવાનો કામી હોય તેને આગ્રહ હોય નહિ. સત્સમાગમ વડે જેણે વીતરાગદેવનું સ્વરૂપ જાણ્યું છે તેને આત્માની હા આવે જ. રાગ આદિ વિકલ્પને પર છે એમ જાણ્યા પછી તેને પરના નિમિત્તની અપેક્ષા સાથે સરખાવવાનો ભાવ થાય નહિ; પુણ્યના સુખ સાથે આત્માના ગુણની સરખામણી કરવાનો ભાવ નહિ આવે. હવે માર્થીના લક્ષણમાં આવશે કે મતાર્થી જીવે અસગુનો સમાગમ દેઢ કર્યો છે, એટલે ગુરુની ઓળખમાં ભૂલ થઈ છે; તેથી સાચા દેવની પણ ઓળખ નથી. સાચા દેવની ઓળખ નથી એટલે પ્રત્યક્ષ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સદ્ગુરુનો યોગ બને તોપણ તે સત્નો વિરોધ કરશે અને કુગુરુ પાસે પોતાનો આગ્રહ દઢ કરવા જશે. પોતાની દૃષ્ટિને શું રુચે છે, કઈ બાજુ વલણ રહે છે. તે જાણવાનો ઉપયોગ રહેવો જોઈએ પોતાની ભૂલ કયાં થાય છે, તે જોવા ઊભો રહે તો ભૂલ કરે નહિ. [તા. ૧૦-૧૦-૩૯] આત્મહિતનું ભાન નથી એવા મતાર્થીનાં લક્ષણ કહેવાય છે. જેને પોતાના મતનો આગ્રહ નથી, અંતરમાં કુણપ છે, તેને તો સાચું સમજવાનો અવકાશ છે; પણ જેને ખોટાની પકડ છે તેને સત્ સમજવાનો અવકાશ નથી. ૨૪-૨૫ ગાથા કહી તેમાં શ્રદ્ધા અને જ્ઞાનની ભૂલ કહી છે. અસત્ સમાગમે જેને ગુરુની ઓળખમાં ભૂલ છે, તેને સત્ દેવ, ધર્મ અને વ્રતમાં પણ ભૂલ છે. ૨૫. પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દેઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬, આમાં કુદૃષ્ટિ અને અસદ્દગુરુની દૃઢતા વિષે કહે છે. જેમ મોક્ષનો માર્ગ સમ્યકુશ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર છે, તેનાથી ઊંધો માર્ગ કુશાન, કુશ્રદ્ધા, અને કુચારિત્ર છે. શુભ રાગને ધર્મ માની જીવો રાગાદિમાં રોકાય છે. વળી ઘણાય કહે છે કે અમારું માનેલું સાચું છે. મતાર્થી જીવને પ્રત્યક્ષ સદ્ગુનો કયારેક યોગ મળે અને દુરાગ્રહછેદક અવિરોધ વાણી સાંભળવા મળે, છતાં તેનાથી અવળી રીતે ચાલે. ઊંધી દષ્ટિવાનનું એવું લક્ષણ છે કે સાચું સાંભળે તેનાથી ઊંધાઈ કરે જ; ન કરે તો તે ઊંધી દૃષ્ટિવાન નહિ. પૂર્વે કહ્યું કે “જે જિનદેહ પ્રમાણ ને...મતાર્થીઓ નવતત્ત્વ અને હિત-અહિતને સમજે નહિ; દેહના પ્રમાણથી આત્માનું પ્રમાણ માપે-સરખાવે છે તે અવિકારી ચિદ્દન સાથે જડને સરખાવે છે. જેનું વીર્ય ઊધું છે, ઊંધી દૃષ્ટિ છે, તેને મુમુક્ષુ પુરુષાર્થીનો યોગ બને છતાં ઊંઘી દૃષ્ટિવાળા ઊંધો અર્થ કરે. અંદરમાં નકાર ન કરે તો તે ઊંધો ન કહેવાય. જેની દૃષ્ટિ અધિકારી આત્માથી વિપરીત છે તેને સની વાત અણગોઠતી થઈ પડશે. ધર્માત્મા જ્ઞાની હોય, સમાધિમરણનું ટાણું હોય, તે વખતે કદી વ્યાધિથી આર્તધ્યાન-અસ્થિરતા થાય, પણ કોઈ બીજો જ્ઞાની આવીને પુરુષાર્થની વાત કરે કે તરત જ તેનું વીર્ય જોરથી ફાટીને પુરુષાર્થ ઉપાડીને પોતાનો ભાવ ઉત્કૃષ્ટ-સવળો કરી લે. મિથ્યાષ્ટિવાળો સાચી પ્રરૂપણા-સાચો ન્યાય સાંભળે ત્યાં કુતર્ક અને તેનો વિરોધ કર્યા વિના ન રહે અને ઉન્માર્ગપ્રરૂપક ખોટા ગુરુ હોય તેની પાસે જઈને પોતાની અસત્ વાતને દેઢ કરે કે તમે જ સાચા છો. બીજા આમ કહે છે તે ખોટું છે; કહે કે આપણે એવા દેઢ છીએ કે દેવના ડગાવ્યા ન ડગીએ, તો પછી બીજાનો શો ભાર? આપણા વિરોધી ગમે તેમ કહે, પણ આપણે કેમ ડગીએ? શાસ્ત્રમાં શ્રદ્ધાથી ન ડગવાની વાત આવે છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૬] [ ૧૩૯ તેને બદલે ઊંધાઈથી ન ડગીએ એમ કહે છે. સન્ની નિંદા કરે અને જ્યાં પોતાનો સ્વચ્છેદ માનાર્થે પોષાય, ત્યાં અસત્સમાગમ કુગુરુઓ પાસે જઈને વાત દેઢ કરે. પોતે ખરેખરો મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અજ્ઞાનની પુષ્ટિ કરે છે અને એવા અસદ્ગુરુને પણ પોષણ આપવાનો ભાવ કરે છે કે જગતમાં અસત્ નભી રહો અને સગુરુ, સધર્મ જગતમાં ન રહો, એમ અનંતા જ્ઞાનીની આશાતના કરી, જાયે-અજાણ્યે ઘણા જીવો પોતાનું મહા અનિષ્ટ કરે છે. વળી પૂર્વે જીવોને જ્ઞાની પુરુષનો યોગ થયો, સપુરુષનો યોગ મળ્યો તે પુણ્યનું કારણ છે, પણ ભાવે ઓળખ ન થઈ તો કલ્યાણ ન થયું. બાહ્યદૃષ્ટિથી કેટલાક જીવો પુણ્યના યોગે અનંતવાર સર્વજ્ઞ પાસે જઈ આવ્યા છે, છતાં કલ્યાણ ન થયું. પુણ્ય પાછળ દુઃખ રહેલું છે. અહીં તો એમ કહેવું છે કે, આ આત્મા પરથી જુદો, સહજાનંદી પ્રભુ છે; તેનું અપૂર્વ ભાન ન આવ્યું તો તેણે કર્યું બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેવું માનવાનો મળ્યો; તોયે અરે ! ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. રે આત્મ તારો ! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. કેટલો નિવૃત્તિભાવ! આત્માની રુચિ અને જિજ્ઞાસા કેટલી છે! સાચી જિજ્ઞાસા વિના સદ્ગુરુ અને સની ઓળખ કયાંથી થાય? ન જ થાય. આત્મભાવે પ્રત્યક્ષ સદ્ગનો યોગ જેણે કર્યો નથી તેને સગુરુ કદાપિ મળ્યા હોય તોપણ ભાવે મળ્યા નથી. જે ન્યાયથી, જે વિધિથી કહેવાય છે તે કથનમાં પક્ષપાત નથી; અનાદિ કાળથી અસનો આશ્રય કરનાર સતનો નકાર કરે જ. મતાર્થી ઊંધી દૃષ્ટિવાળો ખોટી દલીલનો આગ્રહ કરશે; પોતાનો મત કહેશે કે “તમે આ વાતને માનો કારણ કે અમારું સાચું છે. નિમિત્ત વિના આગળ વધાય નહિ, માટે પ્રથમ નિમિત્ત જોઈએ, આત્મજ્ઞાન તો કેવળજ્ઞાન થયે થશે. વર્તમાનમાં આત્મજ્ઞાનની વાત કરનારા ખોટા લાગે છે, માટે આપણું સાચું છે” એમ સનો “નકાર” એટલે અસમાં “હુકાર” થયો. એવા જીવો અસદ્ગુરુનાં વખાણ કરે અને પોતાની દૃષ્ટિને અનુકૂળ ટોળામાં જઈને ભળી જાય અને કહે કે વાહવાહ! આપણી શ્રદ્ધા કેવી દઢ છે! એ મહારાજ તો મને રોજ સામા મળે છે પણ હું તેમને હાથ જોડતો નથી..વગેરે વાતોથી પોતાની ખોટી સમજને ખૂબ દઢ કરે છે. અને પોતાને પોતાને અનુકૂળ એવા નામધારી ગુરુનો પક્ષ કરે અને કહે કે મને મારા ગુરુએ પાસ કર્યો છે, કેમકે મારી શ્રદ્ધા એવી દઢ છે કે લાખ જણા મને બીજું કહે તોય ન માનું. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તે કહે છે કે જોઈને બોલવું-ચાલવું તે ઉપયોગ, બીજા જીવને ન મારવા તે ધર્મ; આ ઉપયોગ એ ધર્મ, દયા એ ધર્મ, જોયા વગર હાથ-પગ ન ચલાવવા, બીજા જીવને ન મારવા તે ધર્મ, તથા જોઈને ન ચાલવું અને બીજા જીવની હિંસા થાય તે અધર્મ. એમ બીજાને જોવાનું કામ કરે તેને ઉપયોગ માનીએ છીએ એ અમારી દઢ શ્રદ્ધા છે. પાપપરિણામ ન કરવાં અને શુભરાગ કરવો તે જ ધર્મ છે. જે થાય તે ક્રિયા કરીએ છીએ. કર્યા વિના શું પામીએ? આ દેહની ક્રિયા એ જ ચારિત્ર છે, તે કરતાં કરતાં આત્માનાં દર્શન-જ્ઞાન ઊઘડે અને દેહરહિત થયે દેહનું ચારિત્ર મટી જાય; કારણ કે સિદ્ધ ભગવાનને દેહ નથી. એટલે દેહનું ચારિત્ર નથી. જ્યાં લગી દેહ છે ત્યાં લગી બધી દેહની ક્રિયા કરવી એ જ ધર્મ છે. બીજું કોઈ કહે તો ન માનવું એ અમારી દેઢ શ્રદ્ધા છે. આ બધું જોઈને ચંદ્રાનન પ્રભુની સ્તુતિ કરતાં કહે છે : આણા સાધ્ય વિના ક્રિયા રે, લોક માન્યો રે ધર્મ; દર્શન-જ્ઞાન-ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે. ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે. ચંદ્રાનનજિન... હે વીતરાગ પરમાત્મા! આપનો બોધેલો વીતરાગ-આત્મધર્મ તેને લોકો અન્યથા માને છે. આપ તો વીતરાગ છો, અકષાયી કરુણાવંત છો. તુજ કરુણા સહુ ઉપરે રે, સરખી છે મહારાય; પણ અવિરાધક જીવને રે, કારણ સફળું થાય રે. ચંદ્રાનનજિનજી સાંભળીએ અરદાસ. હે અવિકારી તીર્થકર ભગવાન! તમારી નિષ્કારણ અવિકારી કરુણા-વીતરાગભાવની દષ્ટિ બધા જીવો પ્રત્યે સરખી છે, પણ હે નાથ ! તારો નિર્દોષ માર્ગ જેણે વિરાધ્યો નથી તેને તારો સન્માર્ગ કારણરૂપે સફળ થાય છે, પણ જેને આત્મજ્ઞાનની વિરાધના કરી છે તેને તારું કારણ કેમ સફળ થાય? અનંત ભ્રમણાને છેદવાના ઉપાયરૂપ સાચા મોક્ષમાર્ગને સમજાવનારનો યોગ મળ્યો છતાં તેની વિરાધના કરનારા જીવોની ઊંધી દૃષ્ટિ છે. તેથી તેવા મતાર્થીને કુગુયોગમાં પુષ્ટિ રહ્યા કરે છે. ૨૬. હવે જ્ઞાનમાં ભૂલેલાનું લક્ષણ કહે છે : દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજમત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭. શાસ્ત્રમાં ચાર ગતિના ભંગ આવે છે તે યથાર્થ છે. તેમાં દેવનું તથા નારકીનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૭] [૧૪૧ આયુષ્ય નાનામાં નાનું દસ હજાર વર્ષ ને વધુમાં ૩૩ સાગરોપમનું હોય છે. વળી દેવલોકમાં આટલા વિમાન છે, નરકમાં આમ છે વગેરે અનેક વર્ણન શાસ્ત્રમાં છે, તે ત્રિકાળ સર્વજ્ઞના જ્ઞાનમાં દેખાયેલું છે, તે સાક્ષાત્ જ્ઞાનથી જાણેલ લોકનું વર્ણન, ગતાગતિના બોલ વગેરે પલાખાં થોકડાં શીખ્યો હોય તેને શ્રુતજ્ઞાન સમજે, એને જ જ્ઞાની માની કહે કે આ જ ધર્મ છે અને એવું જેને ન આવડે તેને કહે કે તું કાંઈ જાણતો નથી. એ પ્રશ્ન કરે કે ત્રીજા દેવલોકના દેવની સ્થિતિ શું હોય છે? પેલો કહે કે મને ખબર નથી, તો કહી દે કે આનામાં જ્ઞાન નથી. એમ શબ્દજ્ઞાનના વિકલ્પની ગોખણીની સાથે બેહદ જ્ઞાનસામર્થ્યવાળાને સરખાવે છે. પુણ્યનાં ફળની મીઠાશની વાત આવે ત્યાં રાજી થાય અને નારકીનાં દુઃખની વાત આવે ત્યાં અરેરે ! એમ કહીને કમ્પારી લાવે. દેવલોકનું અને ઇન્દ્ર તથા સર્વાર્થસિદ્ધિ દેવનાં વિમાનોનું વર્ણન આવે તે સાંભળવા-વાંચવાની હોંશ આવે, પણ તત્ત્વજ્ઞાનના ન્યાયની ઝીણવટ આવે, ત્યાં વચ્ચે પુણ્યાદિ યોગની વાત મૂકે, અથવા અંતરમાં તત્ત્વની વાતનો અણગમો કરે. વળી ગડિયા ગોખે તેમાં રાગ કરે, તેને ધર્મ માને અને કહે કે બસ આ જ સાચું છે, આ સ્વાધ્યાય છે, આ જ કર્યેથી અમારો મોક્ષ થશે એમ મતાર્થી માને છે. શાસ્ત્રમાં જે વિશેષ વર્ણન છે તે સર્વજ્ઞના જ્ઞાનમાં દેખાયું તેવું હોય છે, પણ પ્રથમ જે પ્રયોજનભૂત છે, તે પરમાર્થ સ્વરૂપ ન સમજે અને બીજાની માંડે, ચર્ચાવાદમાં રોકાય અથવા મનની સ્થિરતામાં રોકાય; પણ પોતાનો અકષાયભાવ હણાઈ રહ્યો છે તેની તેને કાંઈ ખબર નથી, જેમ ઘર સળગ્યું હોય ત્યારે નકામી ચીજો બહાર કાઢવા બેસે; છાણાં-લાંકડાં કાઢવા બેસે પણ સલ્ફાસ્ત્રો, કિંમતી ચીજનો ટૂંક અને દાગીના અગર જે સારામાં સારી ચીજ છે તેની કાળજી ન કરે, પણ કૂચાને પોતાનું પ્રયોજન માને કે લાકડાં સારાં છે, રસોઈ કરવા થશે; તેમ આત્માને ભૂલીને નિમિત્તમાં પડ્યો છે કે આનાથી મારું ઠીક થશે. આત્મા સારામાં સારી ચીજ છે, તેની કાળજી કરતો નથી પણ નિમિત્ત તરફ લક્ષ રાખ્યા કરે છે. આ જીવ અનંતવાર પુણ્યસ્થાનમાં જઈ આવ્યો છે, ઉપાધિ બંધનું કારણ છે, તેથી તેનું તુચ્છપણું જાણી, હેય ગણી સમભાવ રાખવો. સમભાવ ન રાખે તો અગિયાર અંગનું જાણપણું મિથ્યા કહ્યું છે. કોઈની બુદ્ધિ વિશેષ હોય તે પ્રયોજનવશ ન્યાયનો અભ્યાસ કરે એ જાદી વાત છે, પણ એ શબ્દોની ગોખણીમાં રોકાય, તેના રાગને એટલે કે શુભ પરિણામને સ્વાધ્યાય ગણે, ધર્મ માને, મનની ધારણાને ધર્મ અને શ્રુતજ્ઞાન માની બેસે તે મૂઢ છે. વળી “માને નિજમત વેષનો આગ્રહ મુક્તિનિદાન” સ-અસત્ જાણ્યા વિના, હું જાણું છું, મત અને સંપ્રદાયના વેષનો આગ્રહ એ જ મુક્તિનું કારણ છે એમ મતાર્થી માને છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયસારજી શાસ્ત્રમાં કહે છે કે ચારિત્રનું લક્ષણ વ્રત (વિકલ્પવાન) કહેવું તે ઉપચાર છે, ભગવાન ચૈતન્યમૂર્તિ આત્મા અરૂપી જ્ઞાનઘન છે; તેમાં વ્રતાદિના શુભ વિકલ્પ તે પણ દ્રવ્યલિંગ છે, મોક્ષમાર્ગ નથી. બાહ્ય વ્રત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ ] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અને વેષ, તેનો શુભ રાગ તથા મનના સંબંધનો શુભ વિકલ્પ તેમાં આત્મધર્મ નથી. કષાયની તીવ્રતા ટાળીને શુભ રાગવડે અકષાયદૃષ્ટિની માત્ર ધારણા કરે અથવા મંદ કષાયરૂપ વ્રતના શુભ વિકલ્પ કરે તે પણ બાહ્ય વેષ છે. તેનાથી આત્માને ધર્મ થશે એમ માનવું તે અજ્ઞાન છે. રાગદ્વેષરહિત નિર્મળ જ્ઞાનસ્વરૂપની પૂર્ણ દશાનું લક્ષ તથા તેની શ્રદ્ધા ઉપર જેની અવિરોધ મીટ છે, માત્ર એક અક્રિય જ્ઞાતાબિંબ અરાગી, પૂર્ણ શુદ્ધ આત્મા જ ઉપાદેય છે, બીજાનો જ્ઞાનથી નકાર છે, તેને અનંત જ્ઞાનીઓએ સમ્યજ્ઞાન એટલે આત્મધર્મ કહ્યો છે. એવા ધર્માત્માને કદાચિત્ જ્ઞાનનો ઉઘાડ અધિક ન હોય, ગતાગતિ કે ગુણસ્થાનના ભેદ યાદ ન હોય, છતાં ઉપર કહ્યું તે ભાવશ્રુત સહિતનું સમ્યકારિત્ર અંશે પણ હોય જ. એમ ન માનવું કે આટલી ક્રિયાથી જ, આટલા પુસ્તકશાસ્ત્રાદિ જાણ્યા પછી જ આત્મજ્ઞાન થાય. આત્મધર્મ શુભવિકલ્પથી પર છે; છતાં સમજાય તેને સરલ છે, સહજ છે. ઢોરમાં અને નારકીમાં પણ આત્મજ્ઞાન થાય છે. મનુષ્યભવમાં સત્પુરુષ અને સનો આદર કર્યો હોય પણ વચ્ચે વિરાધના કરી હોય, તો તેના ફળમાં ઢોર થાય, માછલું થાય ત્યાં જાતિસ્મરણ જ્ઞાન કે અવધિજ્ઞાન થતાં આત્મજ્ઞાન થઈ જાય. તેને નવતત્ત્વના નામની ખબર નથી, પણ એટલું જાણે છે કે આ ભાવ હિતકારી, અવિકારી છે, કલુષતા-અસ્થિરતાથી જુદી જાતનો છે. શાન્ત-અનાકુળ મારું સ્વરૂપ છે, અને એ સિવાયના બધા ભાવ પર છે, એમ સંક્ષેપમાં ભેદજ્ઞાનનો વિવેક વર્તે છે; પણ આ વાત ઊંડા ઉતર્યા વિના ઘણાને અઘરી પડે તેવી છે. આગળ હવે તો બધુંય સમજાય. તિર્યંચને પણ એક જ્ઞાનમય અકષાયભાવ ઉપર એવી મીટ રહે છે કે આ શાન્તિ જ મારું સ્વરૂપ છે, બીજું નહિ; એમાં સંવર, નિર્જરા આદિ નવ તત્ત્વનો સાર સમાઈ જાય છે, ગોખવા પડતા નથી; પણ તેથી એમ નથી કહેવું કે શાસ્ત્રો ન જાણવાં. જેઓ સૂત્રસિદ્ધાંતના શબ્દોના જાણપણામાં જ આત્મજ્ઞાન માને છે અને તે સંબંધી રાગરૂપ વિચારણામાં ધર્મ માની તેનો આગ્રહ, મતભેદ અને પોતાનું સાચું, એમ ખોટાની પકડને સાચી માની, સાચું સમજવાની ના પાડે છે તેવા મતાગ્રહીઓ સત્નો અનાદર કરે છે. તે ઉપર કાકા-ભત્રીજાનું એક દૃષ્ટાંત છે કે “હકડો બુરો ન છડું” પારકું ખેતર જોઈને બેઉ વાદે ચડયા. ભત્રીજો કહે કે આમાં ૨૪ કળશી જાર પાકશે. કાકો કહે કે ૨૫ કળશી. બેઉને થઈ તાણીતાણ. ભત્રીજો જોરદાર હતો તે કાકાની છાતી ઉપર ચડી બેઠો, કાકાનું ગળું દાળ્યું અને કહ્યું કે મારું માન, અને કહે કે ૨૪ કળશી. કાકો કહે કે ૨૫ કળશીમાં એક બુરું ઓછું નહિ કહું. એમ પારકું જાણપણું જે શાસ્ત્રજ્ઞાન તેના શબ્દોમાં રાગવડે વિવાદે ચડી ગયા કે આ મારું સાચું, પણ ન્યાયની તથા અંતરંગ પરિણમનની ખબર નથી. શાસ્ત્રમાં જે ન્યાય છે તેનો સાર આત્મજ્ઞાન છે. રાગ-દ્વેષ ટાળવાની વાત હતી તેને બદલે કષાયમાં વર્તે છે, જાણપણાનું અભિમાન કરે છે, અને ખોટાનો આગ્રહ રાખે છે. તેઓને જ્ઞાનના ભૂલ્યા મતાર્થી કહ્યા છે. ૨૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૮]. [ ૧૪૩ હવે સમ્યગ્રતના ભૂલેલાને અકષાયભાવરૂપ વિરતિનું ભાન નથી એવા મતાગ્રહી કુવ્રતવાળાની વાત કરે છે લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮. શુદ્ધાત્મપરિણતિ શું છે, પોતાના સ્વરૂપનું વલણ કઈ બાજુ છે તેની ખબર નથી અને વિષય-કષાય, માનાદિમાં વૃત્તિ ભમે છે. બાહ્ય સંયોગની સગવડતા કેમ રહે, મારું માન, મારો બોજ કેમ વધે, એમ લૌકિક ભાવમાં તથા પુણ્યાદિ પરભાવમાં વૃત્તિ અટકે છે, છતાં માને કે અમને મમતા નથી, કષાય નથી, અમે વ્રતધારી છીએ, એવું અભિમાન કરે છે. જેમ ચોરી કરનાર ચોરને દારૂ પાઈને ગધેડે બેસાડે ત્યારે તે રાજી થાય, તેમ વિકારી પ્રકૃતિના કલુષિત ભાવ ઉપર બેઠેલો, મોહભાવથી ગાંડો બનેલો પોતાના દોષ દેખી શકતો નથી પણ દોષને ગુણ માને છે. શ્રીમદ્ કહે છે કે ગમે તેવા તુચ્છ વિષયનાં પ્રસંગમાં પ્રવેશ છતાં ધર્માત્માનો ભાવ તીવ્ર વૈરાગ્યમાં ઝંપલાવવું તે છે. ધર્માત્મા પ્રકૃતિના યોગ, પ્રકૃતિજન્ય ભાવ આદિમાં રૂડું માનતો નથી. એ અર્થની ઊંઘી ગુલાંટથી મતાગ્રહીનું લક્ષણ એ આવે છે કે- અવિકારીપણાથી જે જીવો અજાણ છે તે તુચ્છ વિષયમાં પ્રવેશ કરતાં પણ તીવ્ર કષાયમાં ઝંપલાવી સ્વહિંસા થવા દે છે; કારણ કે પોતાના ઉપયોગ-સ્વભાવની તેમને ખબર નથી, પુણ્ય પાપના પરિણામની વિકારી જાતથી મારી અધિકારી ચૈતન્યની જાત જુદી છે એનું ભાન તેમને નથી, એથી પ્રકૃતિના ઉદયજનિત શુભાશુભ ભાવને તે પોતામાં ખતવે છે. શુભ પરિણામને ધર્મ માને છે. જે શુભ જોગને વ્રત માને અને આત્મામાં ખતવે તેની અહીં વાત છે. શ્રીમદે આ વાત પક્ષપાત વિના આત્માના હિત માટે કહેલી છે. નિષ્કારણ કણાથી પક્ષપાત રહિત કહી છે. જેને પોતાનું હિત કરવું છે તે વિરોધ નહિ કરે. પણ જેને આમાં ખટક લાગે તેણે માનવું કે મારામાં કંઈક ભૂલ છે, ગોટાળો છે, તે વિના વિરોધ આવે નહિ. જેમ દસ લાખના આસામીને કોઈ કહે કે તું આબરૂવાળો નથી, પૈસાવાળો નથી, તો તેને શંકા ન થાય; તે જાણે છે કે કોઈના કહેવાથી મારી લક્ષ્મી ઘટી જવાની નથી, મારું મારાથી છે એમ વિશ્વાસ છે. વ્રતવાળાને ખોટું લાગતું હોય કે અમારા વ્રત ઉડાડે છે, તો તેને કહે છે કે તું આગળ વધીને ન્યાય તપાસીને જો કે ભૂલ કયાં છે? તારી ભૂલ તને ન દેખાતી હોય તો તારો સ્વચ્છંદમતાગ્રહ છોડીને સદ્ગુરુ પાસે જા, તે વિના ભવકટી નથી. બીજાની ખાતરી ઉપર તારું જીવન હોય તો તું સ્વાધીન નથી. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તત્ત્વાર્થસૂત્રના કર્તા શ્રી ઉમાસ્વામી શ્રી કુંદકુંદાચાર્યના શિષ્ય હતા. તેઓ કહે છે કે વ્રત ત્રણ શલ્ય રહિત હોય છે. એ ત્રણ શલ્ય માયા, મિથ્યાત્વ ને નિદાન છે; તેના અર્થ અહીં કહેવામાં આવે છે. તે સૂત્ર નીચે પ્રમાણે છે – નિ:શન્યો વ્રતી ૨૮ાા (અધ્યાય સાતમો.) (૧) માયા કુટિલતા જેના હૃદયમાં છે તેને સમ્યમ્ વ્રત ન હોય. જ્યાં પોતાના સત્નો છળ હોય ત્યાં સભ્ય વિરતિ ન હોય. (૨) મિથ્યાત્વ=પોતાનું જે સ્વભાવે હોવાપણું છે તેનાથી વિપરીતપણે માનવું, શુભ પરિણામ, પુણ્યાદિ જડની ક્રિયાનું કર્તુત્વ માનવું, રાગભાવને જીવસ્વભાવ માનવો ઇત્યાદિ પરમાં મારાપણાની ભ્રાંતિ હોય-અભિપ્રાયમાં ભૂલ હોય, ત્યાં વ્રત ન હોય. (૩) નિદાન નિયાણું, વર્તમાનમાં કોઈ દાન, દયા, વ્રત, બ્રહ્મચર્યાદિ તથા તપ આદિની ક્રિયાથી પરલોકમાં પુણ્યાદિ ફળની ઇચ્છા, ઊંડાણમાં પણ પુણ્યની મીઠાશ, દેહની સગવડતાનો ભાવ અલ્પ અંશે પણ પડયો છે, તેવું શલ્ય જેને છે તે વ્રતી ન હોય. માટે કહે છે કે અંતરંગ વૃત્તિમાં ઊંડો ઊતરીને જો તો ખરો કે તારો અવિકારી, મધ્યસ્થ આત્મસ્વભાવ કયાં રોકાયો છે? આ ત્રણ શલ્ય રહિત હું છઉં કે નહિ એનું લક્ષ કર. તારો સ્વચ્છંદ તારાથી ન ટળે તો સદ્ગુરુ પાસે જા, એમ તેને કહે છે. વળી ઘણા જીવો શુષ્કજ્ઞાનમાં, તેમ જ ઘણા ક્રિયાકાંડમાં રોકાણા છે. કોઈ માને કે અમે બાર વ્રતની ચોપડી આદરી છે, અમે વ્રતી છીએ. એમ દેહની ક્રિયાને, ઉદયના શુભ જોગને ધર્મ માને છે અને અમે વ્રતધારી છીએ એવું અભિમાન ધારણ કરે છે. કદી સદ્ગુરુનો યોગ બને, પરમાર્થના ઉપદેશનો યોગ બને તોપણ લોકોમાં પોતાનું માન, પૂજા, સત્કારાદિ જતાં રહેશે, પોતાને જે લોકસંજ્ઞાની મીઠાશ રહી છે તે તણાઈ જશે, એમ જાણીને તેઓ પરમાર્થને ગ્રહણ કરતા નથી અને સાચા ઉપકારીને ઓળખી શકતા નથી. [ તા. ૧૧-૧૦-૩૯] જેને ખોટાની પકડ છે તેને સાચા વીતરાગદેવ, સદ્ગુરુ અને સદ્ધર્મને સમજવાની દરકાર હોતી નથી; તે મતાર્થી જીવો છે, તેઓ ગુરુમાં ભૂલેલ છે અને સાચાં જ્ઞાન તથા ચારિત્રમાં પણ ભૂલેલ છે. અંતરંગ જ્ઞાનની સ્થિરતા, પુણ્ય-પાપ રહિત અરાગી-અકષાય સ્વરૂપની સંભાળ અને તે જ્ઞાનમાત્રપણે ટકવું તે વ્રત છે તેની તેમને ખબર નથી, અને શુભ ભાવને વ્રતનું સ્વરૂપ માને છે. તે માટે કહે છે કે – “લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન.” Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૮] | [ ૧૪૫ તે વિષે કહેવાયું છે કે જે જમીનમાં ક્ષાર છે, તેમાં મોલ ઊગે નહિ, તેમ ઊંઘી શ્રદ્ધા અને ત્રણ શલ્યો તથા પુણ્યાદિ નિમિત્તની મીઠાશરૂપી ક્ષાર જેના અંતરમાં છે, તેના દંભરૂપી ક્ષેત્રમાં સુવ્રતરૂપી વૃક્ષ ઊગે નહિ. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ અને પરવસ્તુમાં મમત્વબુદ્ધિ છે તેને આત્મભાન થાય નહિ. આત્માને જાણ્યા વિના કોનું વ્રત-પચ્ચખાણ લેશે? આત્માની જાત શી? તે શું છે? કેવો છે? કેવડો છે? તેનું ભાન નથી અને કહે કે અમે મહાવ્રતધારી છીએ, બ્રહ્મચારી છીએ, ચારિત્રવાળા છીએ, એમ ખોટાનું અભિમાન ગ્રહે છે અને સને-પરમાર્થને ગ્રહે નહિ. કોઈ ધર્માત્મા ગૃહસ્થ હોય, જેમને ધર્મનું ભાન હોય તેમની પાસે જતાં, પોતાનું માન તથા મિથ્યાશલ્ય તેને આડું આવે છે. પોતાનું માન નહિ મૂકવાથી ધર્માત્મા પાસે જવાનો યોગ ન બને, કદી યોગ બને તો તેમનો વિનય કરી તેમની પાસેથી સાચો પરમાર્થ જાણી શકે નહિ, સાચું ગ્રહણ કરે નહિ. લોકોમાં મારી હીણપ થશે એમ માને ખાતર પરમાર્થ ન ગ્રહે. શ્રીમદ્ રાજચંદ્ર હતા તે કાળે પણ એમ બનેલું છે. ઘણાને ખ્યાલમાં હતું કે આ ગૃહસ્થાશ્રમમાં છે, પણ તેમને કંઈક જ્ઞાન છે; પણ પોતાના દુરાગ્રહાદિ વ્રતધારીપણાના અભિમાનને લીધે પરમાર્થનો અનાદર તેઓએ કરેલ. જેમ બે ભાઈમાં મતભેદ પડયો હોય, મોટાભાઈની ભૂલ હોય, તેને મમત્વ બંધાણો હોય કે હું લોકોમાં મોટો છું તેમ જ ઘરમાં મોટો છું, પણ હવે ખાસ જરૂરની વસ્તુ નાનાભાઈ પાસે છે, તે વિનય કર્યા વિના તેની પાસેથી મળે તેમ નથી, પણ માન મૂકવું નથી. માન અને મમતા છોડયા વિના તે વસ્તુ વિના જ તેને નભાવી લેવું પડે છે. એમ પોતે વ્રતધારી-મહાવ્રતધારી નામનિક્ષેપે મુનિ થયો હોય, પણ ખરા તત્ત્વનું જાણપણું નથી, પોતાને માન મૂકવું નથી, પોતાને શંકા છે અને પરમાર્થતત્ત્વના જાણનાર કોઈ ગૃહસ્થ ધર્માત્મા હોય, તે પરમાર્થને, આત્મજ્ઞાનને પામ્યા છે, તેનો યોગ-સમાગમ થઈ શકે તેમ હોય છતાં તેની પાસે જતો નથી, તેને મોટાભાઈનો અહંભાવ છે, પક્ષનો આગ્રહ છે, માનાર્થીપણું છે. તેને અનંતભાવની ભ્રાંતિ ટાળ્યા વિના ખોટાથી નભાવી લેવું પડે છે, એના જેવું દુર્ભાગ્ય કોનું? આગળ આવશે કે “એહ મતાર્થી દુર્ભાગ્ય.' કષાય અને માનનો ત્યાગ કરવો તે વ્રત-ચારિત્રનો અંશ છે, માટે જેને આત્માનો લાભ લેવો છે તેણે મતાગ્રહ અને જગતની મોટાઈ છોડવી પડશે. સાધુ-સાધ્વીપણું ધારણ કર્યું હોય, શિષ્ય-શિષ્યા ઘણાં કર્યા હોય, પોતે જે માન્યું હોય તેનાથી જુદો ન્યાય નીકળે છે એમ જાણે છતાં માન રાખવા ખાતર તે સાચા પરમાર્થને ગુમાવે છે અને એ રીતે મનુષ્યભવ ગુમાવી દે છે. તેઓ એમ માને છે કે ગૃહસ્થ ધર્માત્મા જ્ઞાની હોય પણ તે અમારા જેવા વ્રતધારી નથી. અમે ચારિત્રવંત છીએ, અમે તેનો વિનય કરીએ તો અમારો વેષ લાજે; પોતે જાણે કે આ ન્યાય સાચો છે, છતાં માન અને સંપ્રદાયનો પક્ષ આડો આવે છે. એક સાધુ કહેતા હતા કે શું કરીએ? તમારી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વાત સાચી છે, પણ અમે અમારા સંપ્રદાય-વાડામાં એવા માનવંતા થઈ પડ્યા છીએ કે ઉત્તરાવસ્થામાં જો અમારી શ્રદ્ધા ફેરવીએ તો લોકોમાં અમારી પ્રતીતિ જાય. અમારા અનંત ભવો માંહેનો આ ભવ ભલે વધારે જાય. તેને જ્ઞાની કહે છે કે મિથ્યામાન મૂક તો લોકોત્તર તીર્થકરના માન મળે “લહી ભવ્યતા મોટું માન, કવણ અભવ્ય ત્રિભુવન અણમાન.” ધર્મસભામાં કેવળજ્ઞાની પ્રભુ ત્રિલોકનાથ તીર્થકર ભગવાન સર્વશદેવ કહે છે કે આ જીવ ભવ્ય છે એટલે કે આ પ્રાણી લાયક છે, સુપાત્ર છે; એવો અવાજ આવ્યો તેને જગતમાં તેનાથી બીજું ઇષ્ટ માન કયું? અને ભગવાન મુખથી નીકળ્યું કે આ જીવ અપાત્ર-અભવ્ય છે, તેને ચૌદ બ્રહ્માંડમાં મોટું અપમાન કયું? તેને જગત માન આપે તો પણ શું? તેને સાચું સુખ તો નહિ મળે. પણ અનંતકાળ સુધી ઘણા ભાગે નિગોદમાં રહેવું પડશે, કારણ કે પોતાના આત્મદ્રવ્યને તે પુણ્ય આદિ જડતાની આધીનતામાં હીણું રહેવા દેવા માગે છે; સત્નો આદર યથાર્થ પ્રતીતપણે તેને આવતો નથી. તેને જ્ઞાની કહે છે કે તું લૌકિક માન મેળવવા ખરા પરમાર્થને ગ્રહતો નથી. શ્રીમદે પ્રથમ ગાથામાં જ કહ્યું છે કે જીવ સાચું સમજ્યા વિના રખડ્યો છે, પણ ક્રિયા વિના રખડ્યો એમ ન કહ્યું. રખડવાનાં કારણ એ કહ્યાં - (૧) શુષ્કજ્ઞાન (૨) ક્રિયાજડ. તેમાં મતાર્થીના લક્ષણમાં જે વ્યવહાર આદિ ક્રિયાકાંડમાં રાચે છે તેને વિષે મતાર્થી લક્ષણ વિભાગમાંથી આ પાંચ ગાથા કહી. હવે શુષ્કજ્ઞાનીનાં લક્ષણ કહે છે. પ્રથમ બે વાત કહી હતી તે લક્ષમાં રાખીને ક્રિયા જડ માટે કહેલ કે : બાહ્યક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ.” એ કોટિના મતાર્થીના લક્ષણ ગાથા ૨૪ થી ૨૮ સુધીમાં કહ્યાં. તેમાં કહ્યું કે આવાં અનેક કારણોથી વર્તમાનમાં મોક્ષમાર્ગ બહુ લોપ દેખાય છે. તેને પોતાને વિવેક નથી, અથવા ઊંધો વિવેક છે; બાહ્ય ક્રિયાકાંડમાં ધર્મ છે, એમ કુગુરુએ દેઢ પકડાવ્યું છે, અને પોતે પકડ કરી છે. તે પણ મધ્યસ્થપણે ચાલવાનો અને પરમાર્થ પામવાનો અવકાશ લેતો નથી. ૨૮. હવે શુષ્કજ્ઞાનીને રાગ-દ્વેષ, મમતા, વિષય-કષાયનો ઘટાડો નથી એની વાત કહે છે : અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધનરહિત થાય. ૨૯. એકાંત નિશ્ચય પક્ષને દઢ કરીને, બસ આ જ સાચું છે, એમ એકલા નિશ્ચય શબ્દને જ ધારી રાખી આત્મામાં બંધ-મોક્ષ, રાગાદિ કંઈ નથી એમ વાણીમાં ભાખે છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૯] [૧૪૭ અંતર્વેદન-શાંતિ વિના પુરુષાર્થહીન થઈને વર્તે છે તે શુષ્કજ્ઞાની છે. નિશ્ચયપ્રધાન ગ્રંથ વાંચીને પોતાને ગોઠતી વાત પકડીને કહે છે કે આત્મા અક્રિય છે, બધું નાટક પ્રકૃતિનું છે, આત્મા કાંઈ કરતો નથી, આત્મા શુદ્ધ જ છે. તલમાં તેલ ભર્યું છે અને બરણીમાં સવા શેર તેલ ભર્યું છે, તેમાં કયું તેલ કામનું છે? તેની તેને ખબર નથી. બરણીમાં તેલ છે તેનાથી ઢેબરાં, પૂરી તળીને ખાવાથી પેટ ભરાય; પણ લાખો ગૂણી તલ છે એમ કહી તેલ ચૂલા ઉપર કડાયામાં નાખે તો તે બધાય બળી જશે. યથાર્થ ભેદજ્ઞાન વિના કહે કે અમને ખબર છે કે તલમાં તેલ છે; તમે તો કડાયામાં પાશેર તેલ નાખ્યું છે, હું પાંચ શેર તલ નાખીશ, પણ વિચારે તો તેની વાત અસત્ય છે; તેમ ધીરજથી સત્સમાગમ વડે સમજવા પ્રયત્ન કરે તો ખબર પડે કે અનંત કાળમાં ન જાણ્યું તે માત્ર શાસ્ત્ર વાંચવાથી જડી જાય એવું નથી. જેને વર્તમાન પુરુષાર્થ છે તેને મહાન બળની કિંમત છે. આત્મસામર્થ્યની ઉગ્રતા વડે રાગ-દ્વેષ છેદયા વિના અતીન્દ્રિય આનંદ નહિ આવે. તું કહે છે કે આત્મા નિર્મળ કેવળજ્ઞાનસ્વરૂપ છે, તે શક્તિરૂપે છે,-એમ કહે તો તારી વાત સાચી છે, પણ તારી શુદ્ધ દશાનો અંશ તો લાવ! અનંત ભવનાં જન્મ, જરા, મરણ ટાળવાનો ઉપાય કોઈ અપૂર્વ છે, તે ઉપાય શ્રી પુરુષને પ્રાપ્ત છે, તેની ઓળખાણ વિના, સ્વચ્છેદે શાસ્ત્ર વાંચી હું સચ્ચિદાનંદ પરમાત્મા છું એમ શ્રીમને એક સાધુએ કહ્યું હતું. જવાબમાં તેમણે જણાવ્યું હતું કે તમારી વાત શક્તિરૂપે પરમાત્માપણાની સાચી છે; પણ વર્તમાન દશાનો ખ્યાલ કર્યા વિના કહેવું તે પરમાત્માને ઠગવા જેવું છે. લોકો તત્ત્વ સમજ્યા વિના ધ્યાન કરવા જાય, પણ કષાય તો અંતરમાં સૂક્ષ્મપણે ભર્યા છે, તેને કેમ ટાળવા તેની ખબર જ નથી અને કહે છે કે અમને બસ તૃમિ છે. અંતરમાં કષાયવૃત્તિ ભરી છે તે સ્થૂલ દૃષ્ટિમાં દેખાય નહિ, પછી માને કે અમને સમભાવ છે. પોતાના ભાવ કેવા છે તે જાણવા માટે, આત્મામાં ધીરજ રાખીને જોવા ઊભો રહે તો જણાય. સાચી કળા એટલે ભેદવિજ્ઞાન વડે અંતરંગ સ્વરૂપનું અવલોકન કરવામાં આવે ત્યારે ઘણો કષાય દેખાય છે, કે જે પહેલાં દેખી શકાતો ન હતો. તત્ત્વ શું? તે જાણીને તેની સંભાળ કરવા ઊભો રહે, તો ઘણો કષાય જેવો છે તેવો દેખાય અને ભેદજ્ઞાન વડે તેની નિર્જરા થાય; પણ જેણે સ્વચ્છેદે અધ્યાત્મગ્રંથો વાંચીને ઊંધી પકડ કરેલ છે તે વગર પુરુષાર્થે ઊંધાઈમાં આગળ ચાલ્યો જાય છે. શબ્દમાં તે ધારી રાખે છે કે ઉપયોગમાં ક્રોધ નથી: એ વાત સાચી છે, પણ તું નિર્મળ આત્મામાં રાગરહિત જોડાય તો ક્રોધ નથી, સંવર છે; નહિ તો માત્ર વાતો છે.-એમ સમયસારના સંવર અધિકારમાં કહ્યું છે. “હું જ્ઞાનસ્વરૂપ-તેમાં ( ઉપ= ) સમીપમાં (યોગ= ) જોડાઈને ટકી રહે તો તારી વાત સાચી; પણ તું તો કષાયમાં ટકયો છે, અને જુદાઈ જાણવાની તને કાળજી નથી. તું રાગમાં જ ટકયો છે અને માને છે કે મને રાગ નથી. કષાય નથી, મનની સ્થિરતા વડે ધર્મ માને છે, પણ કષાય મંદ પાડ્યા વિના તો પુણ્ય પણ નહિ થાય, તો ધર્મ તો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કયાંથી થાય. માટે પ્રથમ સ્વચ્છેદ-મતાગ્રહનો ત્યાગ કર્યા વિના જે કાંઈ કરવામાં આવે છે તે સહુ સાધન બંધન થાય છે. અંતરંગ કષાય છે તેને જાણવા ન માગે અને કહે કે અમે ધ્યાન કરીએ છીએ, અમે આત્મા જાણ્યો છે; પણ તે વાત ખોટી છે, કારણ કે તારી તેવી દશા દેખાતી નથી. શુષ્કજ્ઞાની ક્રિયાકાંડવાળા–ક્રિયાજડ આત્માનો અનાદર કરીને માને છે કે અમે જાણ્યું છે તે સાચું છે, પણ રાગમાં ભળીને જાણ્યું તે જાણ્યું નથી પણ અભિમાન કર્યું છે. આપણે જ્ઞાતા-દષ્ટા છીએ, જોવું અને જાણવું એ આત્માનો ધર્મ છે એમ બોલો છો, પણ ધીરજ રાખીને અવિનાશી તત્ત્વ શું તેની પ્રતીત તો કરો ! અહીં શુષ્કજ્ઞાની પ્રત્યે એમ કહેવું છે કે તે પુરુષાર્થનો ત્યાગ કર્યો છે અને અશુભમાં ટક્યો છો, પહેલાં વિષય-કષાયાદિનો પ્રેમ તો ઓછો કરે; એ તો પ્રથમ ભૂમિકા છે. તને અંતરંગમાં તથારૂપ ગુણની કે સ્વાનુભવની કાંઈ સ્પર્શના કે વેદન નથી અને “લોપે સદ્યવહાર” એટલે સદ્ગુરુ દેવ, અને ધર્મનો વિવેક પણ લોપે છે. શુષ્કજ્ઞાની શાસ્ત્ર વાંચે અને પ્રશ્ન કરે કે રાગ કરવો તે ધર્મ નથી; માટે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ તો પર છે. તેનો વિનય-ભક્તિ કરવાની જરૂર નથી; પણ હજી પાંચ ઇન્દ્રિયના વિષયોમાં તેને રાગ ભર્યો છે, અશુભ રાગ તો તેને કરવો છે; અને પ્રશસ્ત રાગમાં રહેવું નથી, એ જશે કયાં? વળી તે કહે છે કે શાસ્ત્રો પર છે, જડ છે, તેનાથી વિકલ્પ વધે; આત્મા તો આત્માથી જ પ્રગટે. તે ધ્યાન કરે અને કહે છે કે અમને આત્માનો આનંદ છે, પણ તેની વાત જાઠી છે. મન, વાણી, દેહની ક્રિયાથી કે મનને સ્થિર કરવાથી આત્મા ઊઘડતો નથી, પણ યથાર્થ ગુરુગમે જ્ઞાનાભ્યાસથી જ ઊઘડે છે, જે શુષ્કજ્ઞાની છે તેને તો વૈરાગ્ય પણ નહિ પ્રગટે અને પ્રભુત્વ પણ નહિ પ્રગટે. સ્વચ્છંદના પ્રતાપે નિગોદમાં જશે. એ માટે શ્રીમદે વારંવાર કહ્યું છે કે સ્વચ્છેદમતાગ્રહનો મોહ ટાળવો. અરાગીપણાના લક્ષે દેવ-ગુરુ-ધર્મનો રાગ તે વીતરાગનો પ્રેમ છે; તે સવારની સંધ્યા છે, અને સ્ત્રી-પુત્રાદિ તથા સંસારનો પ્રેમ તે સાંજની સંધ્યા છે. જેને તેની રુચિ અને આદર છે, તે દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્ર અને સુપાત્ર જીવોની ભક્તિ, વિનય, આદર કરવાનો અવસર ન ગોતે; તે તો મહા મૂઢતાનો કામી છે, સ્વની હિંસા કરનારો છે, શાસ્ત્રો વાંચીને જે ધારી લીધું તે ધારણા મફતમાં જશે. ભલે અનેક અપેક્ષાના સ્થૂલ ન્યાય જાણતો હોય પણ સાચો વ્યવહાર અને જ્ઞાનની અંતરંગસ્થિરતારૂપ પુરુષાર્થ નથી, તો તેનું જાણવું મિથ્યા છે. સત્સમાગમ અને ઊંડો અભ્યાસ કર્યા વિના જેમતેમ ધારણા કરીને તે માન સેવે છે. તેને તથા બીજા મતાર્થીને જ્ઞાની કહે છે કે એકવાર તું જગતનો દાસ થઈ જા, માન ટાળ્યા વિના તું જગતનો ગુરુ થવાને લાયક નથી. માન રહિત સમકિતી ધર્માત્માને જ તીર્થકર નામકર્મ અને જગતગુરુ પદ વરે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૪૯ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૨૯] - શુષ્કજ્ઞાની પુરુષાર્થ કરવામાં વિરોધ કરે છે. દાન કરશું તો રાગ આવી જાય, પુણ્ય બંધાઈ જાય, ધર્મને ન્હાને રાગ કરીએ તો કર્તા થઈ જવાય; માટે આપણે અકર્તા રહેવું એમ તે કહે છે; છોકરા માટે પૈસો વગેરે રાખવો એવી અમને વૃત્તિ આવે છે તે છોકરાનાં પુણ્યને લીધે આવે છે, તેમ તે કહે છે. ખરી રીતે તેને સંસારનો પ્રેમ છે, રાગ પોષવાની વૃત્તિ છે અને બચાવ માટે પર ઉપર ઢોળે છે. દેવ-ગુરુ-ધર્મની ભક્તિ તથા ધર્મ-પ્રભાવના કરવાની વાત આવે ત્યારે અશુભ પરિણામને ટાળીને શુભ પરિણામ કરવાનો પુરુષાર્થ ઉપાડતો નથી અને કહે છે કે પુણ્ય બંધાઈ જશે. દાન કાંઈ દીધું દેવાતું નથી, ત્યાં પૈસા જવાના હોય તો વૃત્તિ આવે. આવા પુરુષ કે જેને સત્નો આદર નથી તેને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ભક્તિ અને લોભના ત્યાગરૂપ દાનાદિનો વિકલ્પ જ કયાંથી આવે? સ્ત્રી-પુત્રાદિમાં તેને પ્રેમ છે, તેને વિષે માને છે કે તેમનાં પુણ્ય છે માટે મને તેમના પ્રત્યે રાગની વૃત્તિ આવે છે; અને તેમાં વેચાઈ જાય છે. પણ દેવ-ગુરુ-ધર્મની પ્રભાવનાનો પ્રસંગ ગોતીને તેમાં વેચાઈ જતો નથી તે મહા અધમ છે. હજી રાગની દિશા બદલાવી નથી ત્યાં અરાગી તત્ત્વ લક્ષમાં આવી જાય તે બને કેમ? જે સ્ત્રીપુત્રાદિ ઉપર રાગ કરું છું તે રાગ બદલાવીને વીતરાગ દેવ-ગુરુ-ધર્મ ઉપર કરું એમ પ્રથમ હોવું જોઈએ. આ વાત સાંભળીને પાછા ક્રિયાકાંડવાળા વ્યવહારાભાસના રસિયા હરખાઈ જાય કે અમે તો દયા-દાનાદિ પુણ્ય કરીએ છીએ, શુષ્કશાની વ્યવહારનો નિષેધ કરે છે અને ક્રિયાઇડ (ક્રિયાકાંડી) શુષ્કજ્ઞાનીની નિંદા કરે છે; પણ બેઉ ખોટા છે. તત્ત્વદેષ્ટિ વિના બેઉ પક્ષનો મેળ સધાતો હોય તો પણ તે નકામું છે; માટે તત્ત્વદેષ્ટિના લક્ષે પરમાર્થહેતુ સાધવાનો ઉપદેશ છે. જ્યાં લગી સર્વથા રાગ ટળ્યો નથી, ત્યાં લગી દેવ-ગુરુ-ધર્મની પ્રભાવના તથા વિનયનો રાગ ધર્માત્માને હોય જ. સાચા વ્યવહારમાં બાહ્યનો શુભવ્યવહાર-નિમિત્ત હોય છે. ધર્માત્મા પરમાર્થના લક્ષે વર્તે છે અને જાણે છે કે આ પુરુષાર્થથી જે રાગ ટળ્યો તેટલો હું નહિ; બાકી રહ્યો તેટલો હું નહિ, પણ હું તો સર્વથા અરાગી જ્ઞાયક જ છું. જેને અંતરંગ પરમાર્થતત્ત્વસ્વરૂપનું વેદન નથી તેને સન્દવ-ગુરુ-ધર્મનો આદર નહિ હોય; કષાયનો ત્યાગ, અંતરંગ રાગનો ત્યાગ નહિ હોય. એ માટે શુષ્કજ્ઞાનીને કોરડા મારીને કહે છે કે જો આત્માનું સાચું હિત જોઈતું હોય તો તારું મતાર્થપણું અને માનાર્થપણું છોડ. ચમરી ગાયને સુંદર વાળવાળું લાંબુ પૂંછડું હોય છે. તેની ચાલવાની ગતિ એવી વેગવાળી હોય છે કે સિંહ પણ પકડી શકે નહિ; છતાં તેનું સિંહના મુખમાં જવાનું કારણ એ છે કે તેના પૂંછડાના લાંબા વાળ ઝાળાં-ઝાંખરાંમાં ભરાઈ જાય છે, ત્યાં ઊભી રહી જાય છે. પૂછડું તાણીને ચાલીશ તો થોડાક મારા વાળ તૂટી જશે, એટલા મોહ માટે મરવું પસંદ કરે છે એમ લોકો દેહાદિની મમતા ખાતર, માન અને મત ખાતર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૫૦ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મનુષ્યભવ જતો કરે પણ માન ન મૂકે. પોતે જે માન્યું છે કે અમે વંદનીય છીએ, ચારિત્રવાન છીએ તે તો સમજવા જેવું હોય છે. લોકોમાં અમારું માન ઘટી જશે એમ લોકભયથી અને મતાગ્રહની પકડથી પરમાર્થ જતો કરે. વ્રતધારીપણું ન હોય એવા ગૃહસ્થ પાસેથી ૫૨માર્થ પામવાનો યોગ જતો કરે છે. શ્રીમદ્ રાજચંદ્રના વખતમાં પણ એમ જ બનેલું. વર્તમાનમાં પણ કોઈ એવા છે કે સત્નો આદર તો નથી કરતા પણ નિંદા કરીને પોતાનું દુરાગ્રહીપણું દૃઢ કરે છે. તેઓ કહે છે કે અમે દૃઢ શ્રદ્ધાવાળા છીએ. ગૌતમ જેવી અમારી શ્રદ્ધા છે; કોઈના ડગાવ્યા ન ડગીએ. જ્ઞાની કહે છે કે, “ તેરી ઊંધાઈ ભી બડી, ” અનંતા જ્ઞાની તને સમજાવવા આવે, પણ તું સ્વતંત્ર છો, પરાણે કોઈ મનાવી શકે નહિ. મત અને માન મૂકયા વિના સમાગમ કરવા જાય પણ દ્વેષ ટળે નહિ. [ તા. ૧૨-૧૦-૩૯ ] શુષ્કજ્ઞાની માત્ર શબ્દો ધા૨ી ૨ાખે, પોતાને જ્ઞાની માને, અંતરમાં કાંઈ પણ સ્થિરતા વિના વૈરાગ્ય અને સત્તાધનરહિત સ્વચ્છંદે વર્તે, તે ગાથા ૨૯ માં કહ્યું. હવે ૩૦ મી ગાથામાં કહે છે ઃ : જ્ઞાનદશા પામે નહીં, સાધન દશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહિ. ૩૦. એક તો સંતસંગ આદિ સાધનદશા નથી, અને સહજ જ્ઞાનદશાની સ્થિરતાનો પુરુષાર્થ પણ નથી, રાગાદિ વિષય-કષાયનો ઘટાડો પણ નથી, એવા જીવનો જેને સંગ મળે તે પણ ભવસાગરમાં બૂડે; કા૨ણ કે તેને ન મળે આત્મજ્ઞાન કે ન મળે સત્સમાગમ આદિ સાધન. અંતરવૈરાગ્ય, વિષય-કષાયાદિનો ત્યાગ, દેહાશક્તિનો ઘટાડો વગેરે મુમુક્ષુતાનાં સાધન રહિત જે સ્વચ્છંદમાં વર્તે છે તેનો સંગ ક૨ના૨ પણ જ્ઞાનદશા પામે નહિ. જે આત્મા સમજ્યો ન હોય તથા સત્ને સમજવાનો અવકાશ રાખ્યો ન હોય, તે સાધારણ તુચ્છ વિષયમાં પણ આલસ-વીલસ અને આકુળ-વ્યાકુળ થઈ જતો હોય છે. જેને શરીરની શાતા-સુખ-સગવડતાની રુચિ છે તે જ્ઞાન પામ્યો એમ કહી શકાય ? તે કદી શાસ્ત્રના અલંકારી શબ્દોને ધારી રાખે, મનને રાજી રાખે, અને ખોટો સંતોષ રાખે, પણ તેને સહજ જ્ઞાનદશાનું ભાન નથી; તેથી તેનો સંગ ક૨ના૨ પણ બૂડે, કા૨ણ કે તેવા જીવોમાં સાધનદશા પણ નથી અને જ્ઞાનદશા પણ નથી. તે કહેશે કે રાગ તો જીવનું સ્વરૂપ નથી, પુરુષાર્થ કરવો તે વ્યવહા૨ છે; પણ પોતામાં રાગ-દ્વેષ, વિષય-કષાયનો ઘટાડો નથી અને વાત કરે પૂર્ણ તત્ત્વદૃષ્ટિની ! તે અને તેનો સંગ કરનાર બેઉ બૂડે છે. વળી પોતાનો પક્ષ એવો દૃઢ કરે કે સાચું સમજવાનો અવકાશ પણ રાખે નહિ. ૩૦. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૫૧ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૧] એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહીં પરમાર્થને, અનઅધિકારીમાં જ. ૩૧ પૂર્વે મતાર્થી-માનાર્થીના લક્ષણ કહ્યાં. તે પોતાનું માન અને મત સાચવવામાં જ રોકાઈ જાય, અને આત્માર્થ ચૂકી જાય. કદી રાગ ઘટાડવાનો ખૂબ પુણ્યપરિણામ કરે, પણ એથી વાસ્તવિક અરાગીપણું આવતું નથી; એવું તો ઘણીવાર કર્યું. અપેક્ષાથી વાત આવે કે આત્મા તો શુદ્ધ જ છે, જ્ઞાતા છે, પણ એ દશાનો અપૂર્વ પુરુષાર્થ જોઈએ; તે પૂર્ણ પવિત્ર દશાનું અંશે ભાન થયું હોય તો વર્તમાન દશા બદલાઈ જાય. પણ શુષ્કજ્ઞાની તથા ક્રિયાજડવાળાની વૃત્તિ વિષય-કષાયાદિમાં રોકાઈ જાય છે. દેહની સગવડતામાંજાળવણીમાં ખામી આવે તો તેમાં મૂંઝાઈ જાય છે. શુષ્કજ્ઞાની પ્રત્યે તે કહે છે કે ભાઈ રે! તું કહેતો હતો ને કે હું જ્ઞાતા છું અને નાશવંત દેહ જડ છે, અનંત પરમાણુનો પિંડ છે; પણ તારી તેના ઉપરની મમતા કેમ ઘટતી નથી? દેહ અને દેહાદિની સગવડતા માટે આત્માને જતો કરે છે. ક્રિયાજડ પ્રત્યે કહે છે, ભાઈ રે! મહા દુર્લભ મનુષ્યદેહનો યોગ તો પુણ્યના કારણે થયો, ત્યારે દેહમાં રહેલા ચૈતન્યભગવાનને ભૂલીને એટલે પોતાને ભૂલીને, લોકઆબરૂ માટે અથવા ધર્મના નામે સંપ્રદાયના ખોટા આગ્રહ માટે અને મુખ્યપણે પોતાના માન માટે આખો આત્માર્થ ચૂકી જાય છે, પોતે જ પોતાનો અપરાધ કરે છે, તેમાં જડ પ્રકૃતિનો દોષ નથી. આત્મભગવાન પવિત્ર છે, અનંત શાશ્વત સુખ પોતામાં જ છે, છતાં બાહ્યમાં ઝાવાં નાખવા અને પરાધીનતા ગોતવી એ તો અનાદિકાળથી ઉપાધિ રાખવાનો જ પરિચય છે, એટલે દેહની મમતાના કારણે આત્મગુણનું પ્રગટવું થતું નથી. આત્મા પોતાની સાચી સમજણથી સમકિત પામે છે, પ્રગટ કરી શકે છે. સાતમી નરકમાં પણ ભેદવિજ્ઞાનવડ આત્માની પવિત્ર દશા-સમ્યકત્વ જે આત્મા પ્રગટ કરે છે તે અનંતી વેદના ઉપર જોતો નથી. શરીરમાં ભયંકર ૧૬ જાતના રોગ, અનેક પ્રકારે અનંતી પ્રતિકૂળતા હોવા છતાં સમકિત પ્રગટ કરનાર જીવ તે ઉપર નજર નથી કરતો. અનંતી ક્ષુધા-તૃષા છે, છતાં તેમાં તેને ક્ષોભ નથી, પણ તે આત્માની નિરાકુળ શાંત દશામાં જ્ઞાનપણે જ્ઞાતા જ રહે છે. ચક્રવર્તી રાજા હોય, જેની સોળ હજાર દેવી સેવા કરે છે, સુંદર સ્ત્રી આદિનો યોગ છે, છતાં તે તેના તરફ જોતો નથી. પરમ વૈરાગ્યવંત ઉપશમરસમાં પોતાનું મહા સુખ પોતાના અંતરંગ તત્ત્વમાં દેખે છે; એટલે પર સંયોગની સગવડતા-અગવડતાથી આત્માને કાંઈ લાભ-હાનિ નથી; અનંતી અગવડતા હોય કે સગવડતા હોય, તેમાં જે ચૈતન્ય સલવાતો નથી, તે એક ભવે પણ મોક્ષે જાય; પણ જેને પોતાનું ભાન નથી, તે પરવસ્તુમાં મોહ હોવાના કારણે, રાગાદિ પુણ્ય-પાપની મીઠાશને લીધે, સ્વયં સંસારચક્રમાં સલવાય છે, અને તેમાં સુખ માને છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મહા ભૂંડા દૂર પરિણામ જેણે કર્યા છે, દેવ-ગુરુ-ધર્મનો જેણે અવિનય કર્યો છે, જેણે પોતાના ચૈતન્યપ્રભુ આત્માનો અનંતો અનાદર કર્યો છે, જેણે આત્માને જાણવાની રુચિ કરી નથી, તે મહા અશુભ પરિણામના કારણે સાતમી નારકીમાં પણ જાય છે, ત્યાં અનંતી વેદના ભોગવતા અસંખ્યાત જીવો હોય છે. છતાં ત્યાં પણ કોઈને આત્મજ્ઞાન થાય છે, તેનું કારણ તીર્થકર ભગવાનનો જ્યારે જન્મ થાય ત્યારે તેમનું પુણ્ય એવું બળવાન હોય છે કે ત્રણ લોકમાં અજવાળાં થાય, બધા જીવોને જરા શાંતિ મળે, તેથી તે નારકના જીવો વિચારે છે (તેમને કુઅવધિજ્ઞાન હોય છે, ) કે અહો ! જેના જન્મથી આપણને શાતા અને ત્રણ લોકમાં અજવાળું!. એમ વિચારતાં પૂર્વના કંઈ પવિત્ર સંસ્કાર યાદ આવી જાય તો આત્મજ્ઞાનદશા પામી જાય છે એટલે એમ નક્કી થયું કે બાહ્યની અગવડતા-સગવડતા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં બાધક નથી. જેઓ કર્મના સંયોગનો દોષ કાઢે છે તેમને આત્મા જોઈતો નથી પણ પુણ્ય જોઈએ છે. સંસારની-દેહાદિની તેઓને મીઠાશ છે, તેથી આત્મસાધનનો પુરુષાર્થ કરતા નથી અને જ્ઞાનદશા અર્થે સત્સમાગમની રુચિ પણ કરતા નથી. તેમને ખબર નથી કે ક્યાં જઈશું? કોઈ હાથ જોનારો, ગ્રહદોષ ટાળનારો જોશી મળે તો તેની પાસે કેટલાય મલાવા કરે. સંસારના ભયથી મહાસમર્થ ચક્રવર્તી રાજા પણ સંસારના રાગ-દ્વેષ-મોહનો ત્યાગ કરીને અવતારરૂપ સંસારના ગૂમડાનો ત્યાગ કરી ગયા. તીર્થકર જેવા જ્ઞાની પણ સંસારના ભવથી ભય પામ્યા, તે સંસારના ભવથી જે ભય પામતા નથી તે ઊંધાઈમાં મહા સુભટ છે. તેઓ એ માને છે કે અમે જાણીએ છીએ, અમારી દઢ શ્રદ્ધા આમાં જ છે. એમ પક્ષપાતથી તેની બુદ્ધિ દેઢ થઈ છે, તેઓ મતાર્થમાં છે. એ મતાર્થપણું પોતાની ઊંધાઈથી-ખોટી પકડથી રાખ્યું છે. પોતાને જ્ઞાની મનાવવાના માનની તેમને મીઠાશ છે. આત્મજ્ઞાન કોઈ અપૂર્વ વસ્તુ છે, તેને પામવાની તેમનામાં લાયકાત નથી, એટલે તે બધા અઅધિકારી છે, અપાત્ર છે. ૩૧. હવે મતાર્થીનું સમુચ્ચય લક્ષણ કહે છે : નહીં કષાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુર્ભાગ્ય. ૩૨ જેના હૃદયમાં ક્રોધ, માન, માયા અને લોભનો ઘટાડો નથી, તેવાને માટે શ્રીમદ્દ એક પત્રમાં કહે છે કે – હું જાણું છું, સમજું છું, એવા ને એવા બકમમાં કાળ ગાળવો છે કે સાચું હિત શું તે સમજવું છે? તે ભાવે તો અનંતો કાળ ચાલ્યો ગયો, કાંઈ સત્પાત્રતા તો દેખાતી નથી. તો હવે તમે શું ધાર્યું છે તેનો કાંઈ વિચાર કર્યો છે? અનંત કાળમાં જે નથી થયું તે અપૂર્વ તત્ત્વની જ્ઞાનદશા કેવી પવિત્ર, નિર્દોષ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૫૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૩] હોય છે? તે દશા તો લાવો. જેને કષાયની મંદતા નથી, અને અંતરમાં વૈરાગ્ય નથી, મધ્યસ્થતા નથી, સત્ય-અસત્યપણાની તુલના કરવા માટે નિષ્પક્ષપાત બુદ્ધિ નથી, તે મતાર્થી જીવ દુર્ભાગી છે, એટલે કે જન્મ-મરણ છેદવા જેવું તેનું વીર્ય નથી. અહીં “અંતર વૈરાગ્ય ” કહ્યો છે, બાહ્ય વૈરાગ્ય આદિની વાત નથી કરી. કોઈ કહે છે કે – અમે નવરા થઈને બેઠા છીએ, ચાર-પાંચ છોકરા છે, ઘરની વ્યવસ્થા રાખે છે; એ મારા નાકને જાળવી રાખશે; એવો સંતોષ વેદતો હોય છે અને કહે છે કે અમને હવે સમભાવ છે. રોટલો અને દાળ ખાતો હોય તેથી તે પોતાને સંતોષી માને છે; ખરેખર તે સંતોષી નથી પણ તેને તૃષ્ણાનો સંતોષ છે કે હું માગું તે મને મળે તેમ છે. બહારથી ડોળ બતાવે કે અમે સજ્જન છીએ, અંદરમાં સંસારની મીઠાશ રાખીને ધર્મશાસ્ત્રો વાંચતો હોય છે, ચર્ચા કરતો હોય છે. પોતે કામમાં પડતો નથી પણ પોતાના માન આદિ માટેની તેને ચિંતના છે. તે કહે કે અમને તત્ત્વરુચિ છે, અભ્યાસી છીએ, પણ તે તો ઠગબાજી છે. કાળજામાં જુએ તો ખબર પડે. મધ્યસ્થપણે જોવું જોઈએ. મારા કુટુંબની પોણા સોળ આની ન થાય તથા મારા સ્નેહીઓમાં ઠીકઠાક રહે તો ઠીક, એ વૃત્તિમાં તે ટક્યો છે; પોતે વાનપ્રસ્થ જેવી સાદાઈ રાખે, બાહ્યથી ત્યાગ-વૈરાગ્ય રાખે, પણ નિર્મળ ચૈતન્ય અરીસામાં અલ્પ પણ મલિનતા શોભે તેમ નથી. ચૈતન્યભગવાન પૂર્ણ પવિત્ર છે. તેમાં અલ્પ પણ દોષ રાખવાનો ભાવ તે મહા અહિતનું કારણ છે. તે માટે શ્રીમદ્ કહે છે કે આત્માના નામે કોઈ બાહ્ય ત્યાગ-વૈરાગ્ય કરે છે, કોઈને મોહગર્ભિત વૈરાગ્ય છે, કોઈને દુઃખગર્ભિત વૈરાગ્ય છે; પણ વિષય કષાયનો તેને ઘટાડો નથી, સરળપણું નથી, મધ્યસ્થતા નથી, એ મતાર્થી દુર્ભાગ્ય જીવો આત્માર્થ કેમ પામી શકે? કદી બાહ્યથી સ્ત્રી, ઘર આદિના યોગનો અંતરાય, હોય, પછી કંઈ અધ્યાત્મગ્રંથો મળ્યા, કદી વેશ ધારણ કર્યો, લોકમાં કાંઈ ધર્મીપણાનું માન વધ્યું. તેને પછી મતાગ્રહની પકડ થઈ જાય છે. તેવા જીવો દુર્ભાગી છે. પોતાને અંતરંગ અભિપ્રાયમાં ભૂલ હોય, દોષ હોય, પણ માનાદિ રાખવા ખાતર ભૂલથી ટેવાયેલાને પોતાના દોષ ન દેખાય. તેમને પોતાના કષાયાદિ દોષો દેખાતા નથી અને કહે છે કે અમારે સમભાવ છે. ૩૨ હવે કહે છે કે માત્ર મતનો આગ્રહ તેમ જ સ્વચ્છેદાદિ દોષ જવા માટે જ આ લક્ષણો અમે પક્ષપાત રહિત મુમુક્ષુ જીવોના હિત માટે કહ્યાં છે : લક્ષણ કહ્યાં મતાથીનાં, માથે જાવા કાજ; હવે કહું આભાર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ માત્ર નિષ્કારણ કણાથી આ લક્ષણો દ્વારા મુમુક્ષુ જીવો પોતાના દોષને સમજીને ટાળે તે માટે મતાર્થીનાં લક્ષણો પક્ષપાત રહિત કહ્યાં છે. જેનામાં દોષ હોય તે મધ્યસ્થપણે સરળતાથી તે દોષનો ત્યાગ કરે તો જ તે સાચું આત્મહિત સાધી શકે. હવે અવ્યાબાધ આનંદરૂપ આત્માના પૂર્ણ સુખને પામવાના અવિરોઘ ઉપાય કરનારા આત્માર્થી જીવોનાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૪ ] લક્ષણો કહે છે. તે આત્માર્થીનાં લક્ષણો આત્માને અવ્યાબાધ સુખની સામગ્રીના હેતુ છે. ૩૩ [ તા. ૧૩-૧૦-૩૯ ] હવે આત્માર્થીનાં લક્ષણ કહે છે. તે કેવાં છે? આત્માના સાચા સુખના હેતુ છે. પ્રથમ મતાર્થીના લક્ષણમાં કહ્યું છે કે જે ગુરુમાં ભૂલ્યા તે જ્ઞાનથી, વ્રતથી, ધર્મથી અને દેવથી ભૂલ્યા છે, કારણ કે અસદ્ગુરુનો આશ્રય કર્યો. (જેનો આગુ આંધળો, તેનું કટક કૂવામાં.) આત્માર્થીના લક્ષણમાં પ્રથમ સુગુરુનો આદર છે, તેથી અહીં સુગુરુથી શરૂઆત કરી છે. જીવે જો સાચા ગુરુનો સંગ કર્યો તો તેનું બધુંય સવળું છે, સુગમ છે. દરેક જીવને સાચું સુખ જોઈએ છે. તેથી પોતાના સ્વચ્છંદે ઉન્માર્ગે જતા જીવોને દેખીને સાચો નિર્વિઘ્ન સ૨ળ માર્ગ તેમને શ્રીગુરુ બતાવે છે. [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોય. ૩૪ હું કોણ! એ જાણ્યા વિના આત્મા શું સ્વરૂપે છે, કઈ હદમાં છે, શું કરી શકે છે? એનો વિવેક જેને નથી એવા કુગુરુને મુમુક્ષુ ન માને. અહીં આત્મજ્ઞાન પ્રધાન કહ્યું છે. જગતની સમજણ ઝાઝી હોય કે ન હોય, ભલે શ્રુતજ્ઞાન થોડું હોય, પણ જેને આત્મજ્ઞાન હોય અને આત્માની સહજ આનંદદશા-સ્વરૂપસ્થિતિ જેને હોય તે જ્ઞાની છે; ત્યાં મુનિપણું હોય છે. જેને સાચા માર્ગનું ભાન નથી તે બીજાને માર્ગદાતા થાય તેમ બને નહીં. પ્રથમ કહ્યું હતું કે લક્ષણો નિષ્પક્ષપાતપણે કહીશ, તેથી જેમ છે તેમ અહીં કહેવાયું છે. આમ લૂગડાં રાખે તો મુનિપણું, આમ ક્રિયા કરે તો મુનિપણું વગેરે. એમ બાહ્ય લક્ષણને મુનિપણું નથી કહ્યું, પણ ડાંડી પીટીને જાહેર કર્યું છે કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું છે. બાકી કુળગુરુના મારાપણાના કલ્પિત આગ્રહથી આત્મજ્ઞાન નથી; એવાને ગુરુ માનવાનું જોખમ આત્માર્થી કરતો નથી આત્માના સ્વભાવમાં ૫૨નું લેવું–મૂકવું, વેશ, વાડો કે ૫૨માણુની ક્રિયા આવતી નથી. જેવા સિદ્ધ ભગવાન છે એવું જે સ્વસ્વરૂપ-નિવૃત્તપદ જેના ધ્યાનમાં આવ્યું નથી, તે-રૂપ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનની સ્થિરતા નથી તે જ્ઞાની નથી. જ્યાં બાહ્ય-અત્યંતર પરિગ્રહ રહિત નગ્ન દિગમ્બર દશા હોય, ત્રણ કષાય રહિત સ્થિરતા સહિત આત્મજ્ઞાન હોય ત્યાં મુનિપણું હોય જ; પણ જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં મુનિપણું ન જ હોય. એ જ્ઞાનીનું લક્ષણ નિર્દોષપણે બાંધ્યું છે. આત્માના ગુણ આત્મામાં જ રહે, ક્યાંય બહાર ન હોય. યશકીર્તિ નામકર્મનો ઉદય હોય અને કદી ઝાઝા માનનારા મળ્યા, તેમાં આત્મધર્મ ક્યાં આવ્યો? અહિંસા શું? તેની ખબર વિના કહે અમે જગતનો ઉપકાર કરીએ છીએ, દયા સિવાય બીજો ધર્મ નથી, માટે બધા જીવોની-બીજાની દયા આપણે પાળવી. એ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૪] [૧૫૫ સિદ્ધાંતને મુખ્ય કરીને આત્માનો ધર્મ માને, પણ અરાગીપણું કોને કહે? તેનો પરિચય, તેનો પુરુષાર્થ કેમ કરવો? તેની ખબર જેને હોતી નથી તે સાચા ગુરુ નથી. નિજપદ પૂર્ણ અખંડ જ્ઞાનમય શુદ્ધ સ્વરૂપે છે તેની યથાર્થપણે શ્રદ્ધા, પ્રતીત તે સમ્યગ્દર્શન-સ્વાનુભવ છે, તેમાં આંધળી અર્પણતા નથી, મનની ધારણા નથી. બીજાએ કહ્યું તે ધારી લીધું એ કામનું નથી, કારણ કે તત્ત્વ પરાધીન નથી. પોતાની જાતની સમજણ પોતાવડે કરે તો સદ્ગુરુ પરમ ઉપકારી નિમિત્ત કહેવાય. પોતે પ્રતીત કરીને યથાર્થપણું જાણું અને ઉપકાર માન્યો ત્યારે પોતાનું બહુમાન આવ્યું અને નમ્રતા આવી. આત્મા શું કરે? એકલું જ્ઞાન જ કરે છે. જે પ્રસંગ, સંયોગો દેખાય તેને માત્ર જાણે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેનું યથાર્થ જ્ઞાન તો ચોથે ગુણઠાણે પણ છે, પરંતુ મુનિ તો તેમાં વિશેષ ઠરે છે. હું શુદ્ધ છું, પુણ્ય-પાપના વિકલ્પ રહિત છું, એવા જ્ઞાનપણે જ્ઞાનમાં જે ઠરે છે તેને દૃષ્ટિમાં હું સિદ્ધ સમાન શુદ્ધ છું એવા અભિપ્રાયના લક્ષનું કાર્ય અવસ્થામાં પ્રગટ પુરુષાર્થ પૂર્વક વર્તે છે, તેમને અહીં ગુરુ કહ્યા છે. તેમને દેઢતર સમકિત કહ્યું છે. ઉત્કૃષ્ટ તો “વર્ધમાન સમકિત થઈ, ઉદય થાય ચારિત્રનો, વીતરાગ-પદવાસ.” ત્યાં ઉત્કૃષ્ટ દશા-તન્ન વીતરાગ દશાની વાત છે. તે ઉત્કૃષ્ટ સમ્યગ્દર્શન છે. તે પરમાવગાઢ સમકિત તેરમે ગુણઠાણે છે. આત્માના ભાનમાં સ્થિરતા-એકાગ્રતા કરે છે તે શ્રમણ છે. આત્મા પૂર્ણ કૃતકૃત્ય શુદ્ધ સ્વરૂપ છે, તે એક પરમાણુમાત્રની તથા દેહાદિની ક્રિયા કરી શકતો નથી, પુણ્ય-પાપ રાગાદિ રહિત છે, એનું જેને ભાન નથી અને પુણ્યાદિ ક્રિયા અને બાહ્ય વેષને, બાહ્ય ચારિત્રને ધર્મ માને છે તે દ્રવ્યલિંગી છે. દ્રવ્યલિંગી કહેવામાં વૈષ નથી. જેમ છે તેમ કહેવામાં દ્વેષ નથી. આગળ સમભાવ વિષે કહેવાયું હતું કે જ્ઞાની સને સત્ માને, જાણે, અસત્ન નિષેધ, દોષને દોષ કહે; એમ અસત્ય મતનો નિષેધ કરવો તેમાં વૈષ નથી. આત્મા વસ્તુસ્વરૂપે જેમ છે તેમ ન માને, ન પ્રકાશે તે જ્ઞાની નથી. જ્ઞાની જે સ્વરૂપ છે તેને યથાર્થપણે માને, જાણે, વિશેષપણે ઉપદેશમાં કહે, નગ્ન સત્ય પણ કહે. વ્યાખ્યાન એટલે સને સત્, અને અસની વ્યાખ્યા થાય છે. જેને ટોપી બેસતી આવે તે પહેરી લે. તેમાં જ્ઞાનીને કાંઈ નહિ. જે સગુરુની વ્યાખ્યા આગળ કહેવાઈ ગઈ છે તેને જ આત્માર્થી ગુરુ માને, આવા આત્માર્થી સિવાય બીજાને ગુરુ માને નહિ. બાકી જેને આત્માની ઓળખાણ નથી, શ્રદ્ધા, જ્ઞાન, સ્થિરતાનો પુરુષાર્થ શું તેની ખબર નથી; એવા કુગુરુઓને કુળધર્મને સાર્થક કરવાની, માનાદિ કામના વડે, મતાર્થી માને અને કહે કે એમણે ત્યાગ કર્યો છે, માટે આપણાથી ઊંચા છે, તે આપણા જ છે. શ્રી દેવચંદ્રજી કહે છે કે : “દૃષ્ટિરાગનો પોષ, તેહુ સમકિત ગણું, સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપણું;” Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા “અવગુણ ઢાંકણ કાજ કરું, જિનમત ક્રિયા, ન તજ અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા.” હે વીતરાગ ! અમે અમારી દૃષ્ટિને પોષણ આપનારા ગુરુ પાસેથી સમકિત લીધું, એટલે અમારી દૃષ્ટિને ગમતું કહેનારા કુગુરુ અમને અનંતકાળ મળ્યા. અનાદિનો સ્વછંદ–તેને પોષણ આપનારાના અભિપ્રાયથી અમે સમકિત ગ્રહ્યું હતું અને અનેકાંત અર્થાત્ અનંતધર્મસ્વરૂપ જે સસ્વરૂપ અવિનાશી શુદ્ધાત્મા છે તેને યથાવિધિ નહિ જાણતાં ગાડરિયા પ્રવાહની જેમ વગર વિચાર્યું અંધશ્રદ્ધાને ધર્મ માન્યો અને માંહોમાંહે પોતાના છંદે ચાલનારાએ સર્ટિફિકેટ આપ્યો કે આપણે જ સાચા છીએ, પણ જગતમાં માનાદિ માટે મેં દોષ ન તજ્યા. કહ્યું છે કે “અવગુણ ઢાંકણ કાજ, કરું જિનમત ક્રિયા; ન તજ અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા.” મિથ્યા મતાગ્રહ તથા માનાર્થે ક્રિયાકાંડમાં જીવો જૂઠાણું નભાવી રાખે છે. સાચા ન્યાયને પણ છુપાવે છે. એક ભાઈ કહેતા હતા કે માંડ માંડ ચાલતા બળદને તમે આર મારશો તો આળસી જશે; માટે તેમને પોષણ આપીને નભાવો, પણ બાપાના કૂવામાં બૂડી ન મરાય(દોષ ઢાંકવાથી ગુણ ન વધે. ); સોનાની છરી ભેટે બાંધવાને બદલે પેટમાં ન મરાય. કુળધર્મને નભાવવા ખાતર વીતરાગના નામે પાખંડ ન પોષાય; એમ આત્મજ્ઞાન જેને નથી એવા કુગુરુઓને ભલે બાપદાદા કુળપરંપરાની રૂઢિથી માનતા હોય, તેથી આપણે માનવા એમ આત્માર્થી માનતા નથી. આત્માર્થી તો યથાર્થ ગુરુની પરીક્ષા કરે છે. જ્યાં ભવકટી થવાની વાત ન આવે, અવિરોધ યથાર્થ ન્યાય ન મળે અને કહે કે પુણ્ય કરો, પછી તેરમે ગુણઠાણે આત્મા ઊઘડશે; કરીએ તો પામીએ; એમ જૂઠાણું નભાવનારાને આત્માર્થી જીવ ગુરુ માને નહિ. તેમાં કાંઈ દ્વેષ નથી, પણ દઢતા છે. આત્મામાં મોક્ષનો ઉપાય અને મોક્ષદશા છે. શુભાશુભ ભાવ તથા મિથ્યાત્વ તો બંધભાવ છે. જે ભાવથી અનંત કાળ રખડવું પડ્યું કે રખડવાના બંધભાવે, લોકોત્તર મોક્ષભાવ ન જ પ્રગટે. પક્ષપાત છોડીને ન્યાય સમજે તો લાભ થાય. જેને આત્માનું ભાન નથી તે મોક્ષમાર્ગ કેમ બતાવી શકે? અનંત અનંત કાળથી રખડતાં માંડ મનુષ્ય દેહ મળ્યો, તેમાં ભવછેદ થવાનો ઉપાય ન કરે, તો ભવ ખોવાનો ભાવ અવશ્ય ત્યાં છે. ઘણા કહે છે કે શું કરીએ? અનંત ભવ ફર્યા, ભેળો એક ભવ વધારે; પણ સાચો ધર્મ સમજવાનું ટાણું આવ્યું છતાં જે ન સમજે તેનો ભવ વ્યર્થ જશે. ચેતનભગવાન જે મારું પદ છે તેને ભૂલીને હું પુણ્યપાપમાં કાં રાચું. એનો તેને વિચાર નથી. અહીંની આબરૂ કે સોનાની લગડી તે પરલોકમાં કામ નહિ આવે અને ત્યાં પ્રભુને સંભારતાં પણ દુઃખ નહિ ટળે. જ્ઞાનની જે વિધિથી સમજણ છે, આત્માની જે જાત છે તેનું બોધિબીજ સાથે જે લઈને ગયો, સમાધિમરણ કરીને ગયો, તેને ભવનો છેડો દેખાય છે. તે ધર્માત્માને જિનેશ્વર ભગવાનનો લાડકવાયો લઘુનંદન કહ્યો છે. જેને રાગ, દ્વેષ, અજ્ઞાનરહિત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૫] [૧૫૭ સ્વરૂપસ્થિરતા અંશે પણ ઊઘડી છે તે જ્ઞાની છે. રાગ-દ્વેષ-અજ્ઞાનથી સંસારના કલેશમાં મૂંઝાયેલાને આ અપૂર્વ તત્ત્વ કેમ સમજાય? જેને તત્ત્વનો લાભ થાય છે તેને પોતાની બેહદ શાંતિ જાળવવાનું બળ પ્રગટે છે; તેને સુખદશા આવી તે જાય નહિ, એવો સમ્યજ્ઞાનનો મહિમા છે. જેણે સદ્ગ સમાગમે આત્મજ્ઞાન મેળવ્યું છે, પોતાની પાત્રતાથી સાચું જાણ્યું કે સગુરુ આવા હોય, તેણે પોતાનો પુરુષાર્થ લાવીને બીજડું વાવ્યું છે. હવે તે બોધિબીજ-સમ્યગ્દર્શન જેને પ્રાપ્ત છે તેને ભવમાં રખડવા નહિ દે. જેને આત્માની ઓળખ છે તે કુગુરુ (મિથ્યામતિ) ને ઓળખી લે છે. જે એમ કહે કે “આત્મા બંધવાળો છે, ૧૨ મા ગુણસ્થાન સુધી પુણ્યની ક્રિયાવ્યવહાર જોઈએ. તેરમે ગુણઠાણે શુદ્ધાત્માનું જ્ઞાન થાય, માટે પ્રથમ તો પુણ્યકરણી કરવી જોઈએ, આત્મા આત્મા કરવાથી આત્મા મળી જશે નહિ, એ ઝીણી વાતોથી કાંઈ લાભ નથી; માટે આપણે તો જે કરતા આવ્યા છીએ તેમ કરવું, દેહની ક્રિયા કરી થાય છે. પુણ્ય વિના ધર્મ નથી.” એમ કહેનારા તે ગુરુ નથી પણ કુગુરુ છે. મુમુક્ષુ તેને ઓળખી લે છે. મુમુક્ષુને એકવાર સ્વાનુભવ થયા પછી “સંત બીજ પલટે નહિ, ભલે જાય જાગ અનંત, ઊંચ-નીચ ઘર અવતરે, તોયે સંતનો સંત.” એટલે એકવાર જેમતેમ કરીને પણ જે સત્સમાગમ જાળવી રાખે છે તે જીવને ધર્માત્માના ચરણ સેવ્યા પછી કદી વિરાધના થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, તેથી કદાચિત્ નિર્ધન કુળમાં જન્મ લેવો પડે, છતાં અલ્પ ભવમાં તેનો મોક્ષ અવશ્ય થાય છે. કદી વધારે ભૂલ કરી હોય તો નરક-નિગોદમાં પણ જવું પડે, પણ પુરુષાર્થી હોવાથી આત્મગુણની પૂર્ણ ઉજ્જવળતા તે પ્રગટ કરે છે; પણ તે વાત અહીં નથી. અહીં તો આત્માર્થીનાં લક્ષણ શું? તે એ કે મિથ્યાત્વી કુગુરુઓમાં તે અટકે નહિ. કોઈ પ્રસંગમાં તે મૂંઝાતો નથી. આત્માર્થી ઊંધું ગ્રહણ કરતો નથી. વિરોધ રહિત જેમ છે તેમ સવળું જુએ છે. ૩૪. હવે આત્માર્થી સાચી દષ્ટિના જ્ઞાન સહિતના ગુરુનું મહામાન ગાયા કરે છે, એમ બતાવનારી ગાથા કહે છે: પ્રત્યષ સગુરુપ્રાતિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્ત આજ્ઞાધાર. ૩૫. મુમુક્ષુને સત્ પામવાની સાચી રુચિ-ધગશ હોય છે, કુળગુરુમાં કે કુગુમાં તે અટકે નહિ; જેના વડે સાચી સમજણ થઈ તે ઉપકારીનો ઉપકાર ન ઓળવે, પરમ ઉપકાર ગણે. જે ગુરુએ ભવકટી કરી છે તેની સમીપમાં રહેલ પાત્ર શિષ્યને ભવકટી હોય જ. ગુરુનો મોટો ઉપકાર માને કે જેણે લોકોત્તર માર્ગ બતાવ્યો. એમ ન માને કે અમારી પવિત્રતાથી તે નિમિત્ત થયા, માટે થોડો વિનય કરું. ભાવમાં ફેર, ત્યાં ભાષામાં ફેર હોય છે. પુણ્ય-પાપ, દેહાદિ જડની ક્રિયા મારામાં નથી, આત્મા પૂર્ણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કૃતકૃત્ય જ્ઞાતા-દ્રષ્ટા છે, આમ જ છે, એમ રાગથી જુદો થઈને જાણ્યું; અનંત કાળમાં અપૂર્વપણે સમજાયું, પોતાની પવિત્રતાથી જાણ્યું, છતાં લાયક શિષ્ય જ્ઞાની ગુરુ પ્રત્યેનો આદર ન ચૂકે, ઘડી પણ ઉપકાર ન ભૂલે અને કહે કે આપના ચરણકમળની સેવાથી મને અપૂર્વ જ્ઞાન પ્રગટયું, એમ વિનયપૂર્વક ઉપકાર માને તેમાં પોતાના ગુણનું મહામાન છે, જે પવિત્ર નિર્દોષતાનું ભાન થયું, અનંતકાળમાં બાહ્ય સાધનથી જે તત્ત્વ નથી ઉઘડયું તે ગુરૂઆશાની આરાધના વડે અલ્પકાળમાં સમજાયું, તેથી કહે છે કે ધન્ય છે પ્રભુ! આપે મને આત્મા આપ્યો, તેથી તમારા ચરણાધીન વતું છું. આનંદઘનજી કહે છે કે “નિર્મળ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિજન માનસહંસ જિનેશ્વર, ધન્ય તે નગરી, ધન્ય વેળા ઘડી, માતપિતા કુળ વંશ જિનેશ્વર. ધર્મ જિનેશ્વર ગાઉં રંગ શું. ધર્માત્મા જે કુળમાં અવતર્યા તે કુળને ધન્ય છે; આસનને ધન્ય, ગામ, નગર, દેશને પણ ધન્ય. આખું જગત્ તારા દર્શનથી ધન્ય છે. એમ કહીને પોતાનો ભાવ વધારી પુરુષાર્થ ઉપાડે છે. પોતાના ભાવની ખાતર સહજ આનંદ આવતાં જડમાં પણ ઉપકાર નિક્ષેપે છે. પોતાના ગુણમાં અનંતી નમ્રતા અને સમ્યક્ વિવેક પ્રગટયો છે, તેથી જ્યાં દેખે ત્યાં શ્રીગુરુની કૃપા દેખે છે. જેમના ઉપદેશથી પોતાના સ્વરૂપની સંભાળ કેમ કરવી તે રીત સમજાણી તેવા “પ્રત્યક્ષ સદ્ગપ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર.” સ્વચ્છેદે શાસ્ત્ર વાંચવા બેસે, તો શંકા થયા જ કરે. શાસ્ત્રાદિથી જે સમાધાન થઈ શકવા યોગ્ય નથી, તે ગુરુ-સમાગમ જણાય છે. શ્રીગુરુ વિના માત્ર શાસ્ત્રથી જ જો આત્મજ્ઞાન થતું હોય, તો પોતાનો મોક્ષ થવો જોઈએ. પોતામાં સુપાત્ર દશા પ્રગટે ત્યારે શાસ્ત્ર ઉપકારી કહેવાય. પણ તેથી પ્રથમ શાસ્ત્ર ન વાંચવા એમ કહેવું નથી. અહીં તો કહેવું છે કે રાગદ્વેષ, અજ્ઞાન તૂટયા વિના વીતરાગતાની સંધિ કેમ મળે? શાસ્ત્રમાં કઈ અપેક્ષા, કયા હેતુ, આશય, ન્યાય છે તે પ્રત્યક્ષ સદ્ગુરુ વિના સમજી શકાય નહિ. પોતાના સ્વચ્છેદે જેમતેમ નિર્ધાર કરી બેસી જાય-રોકાઈ જાય તો તેનું અહિત થાય. માટે સસમાગમ અને ગુરુગમની જરૂરિયાત કહી છે. “જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે.” એકેક દેહમાં રહેલો આત્મા સ્વતંત્ર પૂર્ણ જ્ઞાની છે. પરના નિમિત્તે વર્તમાન અવસ્થામાં જે ઉપાધિ છે તે આ જાતના પુરુષાર્થથી ટાળી શકાય છે. પોતાનું પૂર્ણ સામર્થ્ય ગુરુ-આજ્ઞા વડે સમજવાથી પોતાનું બેહદ સુખ પોતાને સ્વાધીન છે, એમ એક અંશે જાણ્યું તે પૂરું કર્યા વિના નહિ રહે જેણે પુરુષાર્થ કરી જાણ્યો છે તેને ખબર પડે કે એની મોંઘપ કેટલી છે. તે મહામૂલ્ય-સત્પુરુષના ચરણરજ સેવ્યા વિના સમજાય નહિ; સ્વચ્છેદે વાંચતાં ઊંધું કલ્પાઈ જાય છે, સ્વચ્છંદ અને પ્રતિબંધ રાખે આત્મજ્ઞાન સમજાય નહિ; પણ યથાર્થ પાત્રતાવડે, સરળ ચિત્ત થઈને, જે ગુરુનાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૫] [૧૫૯ ચરણને સેવે છે તેની બધી મૂંઝવણ છૂટી જાય છે. શિષ્ય પ્રશ્ન કરે કે ગુરુ? વૃત્તિ બહુ દોડે છે. ગુરુ ઉત્તર આપે કે તે ઔપાધિકભાવ છે, તેમાં ન રાચવું, આત્માનો તે સ્વભાવ નથી. માટે આત્માનો સ્વભાવ જાણવો. તે જાણે ઔપાધિક ભાવ ટળે છે. “મનડું કિહિ ન બાજે, હો કુંથુ જિન” એમ આનંદઘનજી કહે છે, તેનો અર્થ એ છે કે એ મનડું સ્વચ્છંદી છે, પણ હવે મેં એને જાણી લીધું છે; એની વૃત્તિ આવે છે તે ખરવા માટે આવે છે, આત્માને તે બાધા કરનાર નથી. પણ જેને વસ્તુસ્થિતિની ખબર નથી તે પ્રકૃતિના ઉદયની વિચિત્રતા દેખીને ક્ષોભ પામે છે, ખદબદાટ થાય ત્યાં મૂંઝાઈ જાય છે. જ્ઞાતાને પ્રકૃતિનું નાટક દેખાય છતાં તે ક્ષોભ રહિતપણે તેને જાણે છે, સ્વરૂપમાં ધીરો થઈને જુએ તો જે પૂર્વકર્મ સત્તામાં પડ્યાં છે, તે પૂર્વની ભૂલનું ફળ છે, તેનાં ફળ વર્તમાનમાં આવે છે એમ તે જાણે છે તેથી તેઓ જ્ઞાતા રહે છે. તેમાં ઇષ્ટ-અનિષ્ટ માની અટકતો નથી. અજ્ઞાની દેહમાં અને રાગમાં એકત્વબુદ્ધિવાળો હોવાથી પ્રતિકૂળતા આવતાં કષાયવશ રાગરૂપ થઈ તેમાં એકાકાર થઈ જાય છે. તે માને છે કે પરનાં કાર્ય હું કરું છું, તે પરવસ્તુમાં મારાપણું કરે છે. તે ગમે તેટલાં શાસ્ત્રો વાંચે, પણ શાસ્ત્રના સૂક્ષ્મ ન્યાય શ્રીગુરુના ચરણ સેવ્યા વિના ન સમજાય, પણ જે ગુરુ આજ્ઞાથી સમજ્યો અને સ્વરૂપની એટલે પોતાના શુદ્ધ આત્માની સંભાળ રાખતાં શીખ્યો તથા તેમાં સ્થિર થયો તેને શુભાશુભ કર્મનો ઉદય કે કોઈ પણ સંયોગ કેમ ક્ષોભ પમાડી શકે ? પ્રકૃતિ તો જડ મડદું છે, હું જાગતો ચેતન છું એમ તે જાણે છે. શાસ્ત્રનાં પાનાં તે સમાધાન ન કરાવે. પ્રત્યક્ષ ભ્રાન્તિના છેદક શ્રીગુરુનો સમાગમ પરમ ઉપકારી છે, લાયક જીવને જ સદ્ગુરુનો પરમ ઉપકાર થાય છે. બાકી “સમજ્યા વિણ ઉપકાર શો?” “ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.” રાગાદિ તથા મન, વચન, કાયાના યોગથી આત્મા જાદો છે, પર છે, એમ સદ્ગુરુની આજ્ઞા ધારતો વર્તે તે શ્રીગુરુનો પરમ ઉપકાર સ્વીકારે છે. સદ્ગુરુએ જિનપદ એટલે આત્માનું પૂર્ણ વીતરાગપદ સમજાવ્યું છે તેવો હું છું, એમ ખાતરી થતાં સદ્ગુરુની પ્રતીતિ તે સુખની સામગ્રીનો હેતુ છે, એમ પરમ ઉપકારીપણું શ્રીગુરુ વિષે સ્થાપન કરી પોતાના ઊઘડેલા આત્મગુણની અધિક ઉજ્જવળતા આત્માર્થી જીવ કરે છે. આ લોકોત્તર વિનયનો એવો પ્રભાવ છે કે સત્પરુષનો શિષ્ય સંસારથી ડરતો નથી. યથાર્થ ન્યાયબળથી પોતાની પૂર્ણ પ્રભુતાનું ભાન તેને વર્તે છે. પૂર્ણપણે ગુણ નથી ઊઘડ્યા તેથી પોતે અનંત જ્ઞાનીનો વિનય કરે છે. તે અનંત જ્ઞાનને જાણીને-સમજીને જે બહુમાન કરે છે તેને શંકા ન થાય. ૩૫. લોકોને વિચાર થાય છે કે જગતમાં ઘણા મત-પંથ છે. કોઈ આમ કહે છે, ને કોઈ આમ કહે છે. સાચું શું હશે? બધાય રસ્તા છે અને બધાય માર્ગે સરવાળે મોક્ષે જવાય, કેમકે બધાને શુભ ઇચ્છા છે, બધાયની ઇચ્છા સરવાળે પાર પડશે, માટે આપણે કોઈ મત-પક્ષનો આગ્રહ ન કરવો. ગમે તેવો આત્મા હોય, બધાનું લક્ષ આત્માનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે ને? આમ માનનારાને હવે કહે છે કે : એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬. ગમે તેવા ગુરુ ગમે તે વ્યવહાર બતાવે તેનાથી મોક્ષ થઈ જશે એ માન્યતા ખોટી છે એમ અહીં બતાવે છે. આત્માનો માર્ગ અતીન્દ્રિય-લોકોત્તર છે, ભાવનગર ગમે તે રસ્તે ગમે તે સાધનથી જઈ શકાય તેમ લોકોમાં કહેવાય છે, પણ ભાવનગરની દિશા અવશ્ય હોવી જોઈએ. તે દિશા-માર્ગનું જ્ઞાન જોઈએ, પણ તે ન જાણે અને વિરુદ્ધ દિશામાં જાય, છતાં ભાવનગર જાઉં છું એમ માને; તો જે ગામ ધાર્યું છે ત્યાં નહિ પહોંચાય, તેમ અંતરંગ અકષાયભાવની શ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતાનું લક્ષ, વિધિ-નિષેધ સહિત જાણ્યા વિના, આ લોકોત્તર માર્ગ કેમ પમાશે? માટે વર્તમાન જ્ઞાનદશાનો પુરુષાર્થ જે પુરુષને પ્રાપ્ત છે તેના સંગ વડે આત્મધર્મ પમાય છે. સર્વજ્ઞવીતરાગનો અવિરોધ આત્મધર્મ સ્યાદ્વાદસ્વરૂપ માર્ગ છે તે એક જ મોક્ષમાર્ગ છે. તે પરમાર્થનો પંથ એક જ છે. રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત કેમ થવાય? એ જાણવાનો અપૂર્વ મોક્ષમાર્ગ જ્યાં ત્યાં નથી કે ઝટ પકડી લઈએ, વર્તમાનમાં તેની પ્રાયઃ દુર્લભતા છે. અનેકાન્તદષ્ટિથી, ન્યાયથી વિરોધ ટાળીને, વીતરાગ પ્રભુએ કહ્યો તે માર્ગ જે સમજે તેને જ મોક્ષમાર્ગ છે. પણ લોકો એમ માને કે ગમે તે વેષ-મત હોય, પણ આત્માના નામે ધર્મ થશે અને આપણી કલ્પના મુજબ ફળશે; પણ તે ખોટું છે. શુદ્ધ ભાવની જાતિના અનુભવ વિના જડભાવના નિમિત્તથી તો જડ ફળશે; માટે સર્વજ્ઞ-વિતરાગ શ્રી જિનદેવે કહેલો લોકોત્તર માર્ગ સમયે જ અંતરથી છૂટવાનો ભાવ (ભણકાર) આવશે. મોક્ષમાર્ગ તો આત્મામાં છે, તે યથાર્થ સત્પુરુષના આશ્રયથી પ્રાપ્ત થાય છે, સમજાય છે; પણ લોકો પરભાવથી ધર્મ માને છે. પરમાં કર્તબુદ્ધિ હોવા છતાં અનાસક્તિથી કંઈ દયા, સેવા આદિ કરીએ તે આપણો ધર્મ છે એમ માને છે, એનો અર્થ એમ થયો કે રાગથી, પરભાવથી, અકષાય-અરાગી આત્મધર્મ ઊઘડે, એમ તેણે માન્યું, પણ વિકારથી અવિકારી તત્ત્વ કદી પણ ઊઘડે નહિ. લોકોની સાચી માન્યતા રાખવા અને પુણ્યાદિ શુભ રાગ ત્યાગવા કહીએ તો ભડકે છે, અરે રે! અમારું કર્યું કાંઈ કામનું નહિ? તે કેમ છોડાય? પણ આ તો એવું થયું કે જો અમૃતમાં હું આવી જાઉં તો ઝેર ખસી જશે, એટલે કે હું શુદ્ધ આત્મામાં રહીશ તો આ શુભ પરિણામ ( જે મલિનભાવ છે તે) એટલે કે અમારાં પુણ્ય ઊડી જશે. લોકો કહે છે–અમારે કરવું શું? તેમને જ્ઞાની કહે છે, કે તમે જ્ઞાતા છો તો વિપરીત અભિપ્રાય છોડી જ્ઞાતાપણું સમજીને રાગરહિત જ્ઞાનમાં ટકવું, બીજાં કાંઈ તમારાથી થતું જ નથી; માત્ર કુજ્ઞાન અને રાગ-દ્વેષ અથવા અરાગી ભાવ અને સુજ્ઞાન જીવથી થઈ શકે છે. પુણ્ય તો જ્ઞાનીને પણ સહેજે બંધાઈ જાય છે, પણ તે પુણ્ય અજ્ઞાની બાંધે છે તેના કરતાં જુદી જાતનું અને અનંત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૬] [૧૬૧ ગણું અધિક હોય છે. જોગાનુજોગ બહારની ક્રિયા થઈ જાય, તેથી કાંઈ તે ક્રિયા કોઈ જીવની કરી થઈ નથી. જે દાનાદિની બાહ્ય ક્રિયા થવાની છે, તે અટકવાની નથી. ચૈતન્ય જ્ઞાતા તો એ બાહ્ય ક્રિયાનો અકર્તા છે, દેહાદિની ક્રિયા થાય તેને જાણે છે. જ્ઞાની પુણ્ય-પરિણામને પોતાના માનતા નથી, ઉદયકર્મનું ફળ જાણે છે. શુભરાગ-દયાના પરિણામ થઈ જાય, તેનું જ્ઞાનીને સ્વામીપણું નથી એટલે કે તેમાં મારાપણું નથી. શુભરાગને પોતાનો સ્વભાવ માન્યો નથી, તેથી તેમાં કર્તાપણું નથી. એ પરભાવ છે, જડભાવ છે, સર્વથા હેય છે; છતાં જ્ઞાની ધર્માત્મા જ્યાં લગી નીચલી ભૂમિકામાં છે, ત્યાં લગી સમ્યમ્ અભિપ્રાય સહિત અરાગી તત્ત્વદૃષ્ટિના ભાનપૂર્વક દયા, દાનાદિ શુભ જોગ તેને થઈ જાય છે, પણ તેને શ્રદ્ધામાં હેય જાણે છે. [ તા. ૧૪-૧૦-૩૯] એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ” એ કહ્યું, તેમ પ્રત્યક્ષ સદ્ગની પ્રાપ્તિ પણ જોઈએ એ ત્રણે કાળનો નિયમ છે. એટલે ત્રણે કાળમાં આત્મધર્મનો માર્ગ એક જ હોય. પરમ પદાર્થ એવો આત્મા અને અતીન્દ્રિય બેહદ સુખદશા પામવાનો લોકોત્તર માર્ગ એક જ હોય; પણ લોકોને તેમાં ઘણી મૂંઝવણ લાગે છે. સહુને પોતાનું ગોઠતું કરવું છે; તેમાં મતાર્થ અને માનાર્થ આડા આવે છે અને માને છે કે અમે ધર્મ કરીએ છીએ. આનંદઘનજી કહે છે કે “ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસન જગનાથ; પિઠાઈ કરી મારગ સંચરું, સેગુ કોઈ ન સાથ. જગતમાં અનેક સ્વચ્છેદ-મત કલ્પનાના ઘાતી ડુંગરા આડા આવે છે, છતાં હું મારા આત્મબળથી લોકમતની પિઠાઈ કરીને લોકોત્તર માર્ગે જાઉં છું. સાથે કોઈ અનુભવી ભોમિયો નથી. પરમાર્થમાં કોઈના આધારથી પુરુષાર્થ થતો નથી, જગતના લોકો મને ગમે તે કહે, હું તો લૌકિક ધિઠાઈ કરું છું, કેમ કે લોકોત્તર માર્ગ જ સાચો છે. આત્મા અતીન્દ્રિય ચિદાનંદ જ્ઞાયક જ છે; તેમાં પરનું કરવું, પરનો આધાર હોય એવું છે જ નહીં. ચૈતન્યની જાતિ એક છે, પણ સંખ્યાએ અનંત જીવાત્મા છે. તે પોતાનો પુરુષાર્થ કરવા સ્વતંત્ર છે. પુરુષાર્થ પરાશ્રિત નથી. સાધકમાં જે આત્મગુણ પ્રગટયો છે તે પ્રત્યક્ષ સદ્ગુરુની આજ્ઞા ઓળખવાથી પ્રગટયો છે; તેથી સદ્ગુરુ વડે પ્રાપ્તિ કરી છે. તેમાં એવો આશય છે કે જે ન્યાયયુક્ત વચનો એક જ્ઞાની કહે છે એ જ બધા જ્ઞાની કહે છે. પરમાર્થભૂત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે, તે જ્ઞાન સિવાય બીજું કાંઈ કરે નહિ. અકષાયભાવ-અરાગીતત્ત્વ તે જ જીવનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૨] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વરૂપ છે. જે એમ કહે કે અમે શુભભાવ વડ અને ક્રિયાકાંડ વડે આત્માને પામશું, શુભ પરિણામ એ જ અકષાયભાવ છે, અરાગ છે, તેણે સને જાણ્યું નથી. સાચા દેવ, ગુરુ, ધર્મની મનમાં ધારેલી શ્રદ્ધા પણ પુણ્યબંધનું કારણ છે. શુભ કરણી પણ જીવે અનંતવાર કરી છે, પણ શું નથી જાણ્યું તે વિચારવાનું છે. મૂંઝવણ તો ખરી, કેમ કે એકવાર કહ્યું કે સાચા દેવ, ગુરુ, ધર્મની પ્રતીત તે સમકિત છે અને એકવાર કહ્યું કે તે માત્ર પુણ્યબંધન છે; પણ ભાવમાં-સમજણમાં આંતરો છે. સમ્યક અભિપ્રાય ઉપર તત્ત્વનો આધાર છે, માટે તત્ત્વ સમજવાની જરૂર છે. આગળ કહ્યું હતું કે: “સ્વચ્છેદ મત આગ્રહુ તજી, વર્તે સદ્દગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” જેણે જ્ઞાનીના ભાવને જાણીને તે જ્ઞાની વીતરાગનું શું કહેવું છે તેના ભાવનું લક્ષ કર્યું છે, સને સાંભળ્યું છે, જ્ઞાનીના શ્રીમુખે આત્માની વાત સાંભળી છે અને પોતાને અન્તરમાં સહજ વીર્યોલ્લાસભાવ આવ્યો છે, તેને મારામાં આ વિધિએ પૂર્ણ થવાની યોગ્યતા છે, તેવી અંદરથી હા આવે છે. “પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર.” તેમની આજ્ઞાએ વર્તવાનો એટલે કે વીતરાગી પુરુષની આજ્ઞા આરાધવાનું જ તેનું એક લક્ષ છે. તે પરમાર્થ આશય જાળવવાનો પુરુષાર્થ કરે છે, એટલે કે આત્મા પૂર્ણ કૃતકૃત્ય, ચિટ્વન નિર્મળ જ્ઞાતા છે, પુણ્યપાપ કષાયરહિત અબંધ છે, એમ ગુરુ આજ્ઞા, વીતરાગની આજ્ઞા સન્મુખ રાખી વર્તમાન અવસ્થામાં રાગની વૃત્તિને ટાળવારૂપ પોતાના અકષાય-અસંગ તત્ત્વની જાળવણી કરી જ્ઞાતાપણું ટકાવી રાખવાનો પુરુષાર્થ કરે છે. એ જ અનંતજ્ઞાની ભગવંતો થઈ ગયા તેમની આજ્ઞા છે, તે જિનઆજ્ઞાને ધારી રાખે તો જ રાગ-દ્વેષમાં ટકવું ન થાય, પણ જ્ઞાનમાં ટકવું થાય, એને મોક્ષમાર્ગ કહ્યો છે. તે જ ૩૫-૩૬ દોહામાં કહેવું છે. ઘણા લોકો રાજ્યાદિ છોડી મુનિ થાય છે, અમારે સંસાર જોઈતો નથી અને ભવ પણ જોઈતો નથી એમ માને છે, છતાં તેની મૂળ માન્યતામાં ભૂલ હોવાથી તેને આત્માની યથાર્થ શ્રદ્ધા નથી. તેને ભાવે અનાર્ય કહ્યા છે. જેનું અનાચારી વર્તન છે અને જે અભક્ષ્ય આહાર કરે છે, તેને લોકમાં વાંકા એટલે અનાર્ય કહે છે; પણ જે આત્માની જાતિમાં વાંકો છે તે ભાવે અનાર્ય છે. તેનું કદી બહારથી બધું રૂડું દેખાતું હોય, પણ તેના અભિપ્રાયમાં ભૂલ છે. પોતાની જુદાઈને સમજ્યા વિના કોઈ દેવ, ગુરુ, શાસ્ત્ર મને તારી દે, પાંચ મહાવ્રત પાળું, શાસ્ત્રાભ્યાસ કરું તે પુણ્યપરિણામ મોક્ષનું કારણ છે, એમ માને તે મિથ્યાષ્ટિ છે. દેવ, ગુરુ, ધર્મ તો અરાગી છે, નિમિત્ત છે, પણ તેને સમજ્યા વિના ઉપકાર શું? પોતાનો પુરુષાર્થ જાગ્યો હોય તો પોતાના આત્માની જાગૃતિથી ઉપકારીનો ઉપકાર ગણી શકાય. પોતાના ગુણનું ભાન થયું, તેમાં નિમિત્તને ઉપકારી ગણીને તેનું બહુમાન કર્યું એ આવી જાય છે; એ જ લોકોત્તર વિનય છે પણ જે એમ માને કે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૬] [ ૧૬૩ અમે ભક્તિ કરીએ, આમ દયા, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય પાળીએ તો અમારું કલ્યાણ થશે અથવા મનની સ્થિરતાના સંતોષથી સુખની પ્રાપ્તિ થશે-એમ અનેક આચરણોથી અને પ્રયત્નથી ધ્યેયને પહોંચી જવાશે, તે ઊંધી માન્યતા છે. આત્મા કેવો છે, કેવડો છે, તે શું કરી શકે છે, તે યથાર્થપણે ગુરુગમે જેણે જાણ્યું નથી અને કહે કે મોક્ષનો માર્ગ એક છે, તે આપણું ધ્યેય છે, અમે જે કરીએ છીએ તે પરંપરાએ મોક્ષને પામવાનો ઉપાય છે, તેની માન્યતા જૂઠી જ છે. તત્ત્વ સ્વતઃશુદ્ધ વીતરાગ છે, તે બીજાના નિમિત્તથી કે રાગભાવથી કે બીજા કોઈ વ્યવહારથી કેમ ઊઘડે? આત્મદ્રવ્ય પોતે જ અકારણભૂત છે; કોઈના આધારે તેની હયાતી નથી, પરાશ્રિત જેનું ટકવું નથી એવું અરાગી સ્વતંત્ર તત્ત્વ પરાશ્રય કરવાથી ઊઘડશે; એમ માનવું મિથ્યા છે. જ્ઞાનસ્વરૂપની કળા જ્ઞાનની સમજણમાં જ છે અને તે જ્ઞાન વડે જ છે; તે માટે જવાબદારી નાખીને કહ્યું છે કે એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” ભગવાન આત્મા નિર્મળ છે; સ્વાશ્રયરૂપ સાધક અવસ્થાને વ્યવહાર કહ્યો છે, તે વ્યવહાર પણ આત્મામાં જ હોય છે. પુણ્ય, પાપ, કષાય, રાગાદિની રુચિ છેદીને, રાગના અભાવરૂપ જ્ઞાનમાં ટકી રહેવાનો જ્ઞાનક્રિયારૂપ પુરુષાર્થ કરે, તે વ્યવહાર અનંત જ્ઞાનીઓએ સંમત કર્યો છે. (સ્વીકાર્યો છે.) સગુરુ, સશાસ્ત્ર અને સદ્ગના નામની ભક્તિનો શુભભાવ એકલો પરાશ્રય છે, મોક્ષમાર્ગ નથી. સને ઓળખ્યા વિના એ બધી રાગની ભક્તિ છે. શુભભાવ કાંઈ મોક્ષમાર્ગ તરફ પ્રેરણા નથી કરતું, પણ જેટલો શુભ-અશુભ ભાવનો પૂર્ણતાના લક્ષે અભાવ કરે તે અરાગભાવ પરમાર્થનો હેતુ છે. તે જ્ઞાનની ક્રિયા છે. તે પૂર્ણ પરમાર્થને પમાડે છે અને વચ્ચે સદેવ, ગુરુ, ધર્મનો વિનય આવી જાય છે. તે શુભ વિકલ્પ તો ઊઘડેલા ગુણનું બહુમાન કરવામાં નિમિત્ત છે. મોક્ષમાર્ગના વ્યવહારમાં શુભરાગ ન લેવો, કારણ કે અરાગી શુદ્ધ તત્ત્વની ભક્તિ રાગ વડે થતી નથી. અરાગી પૂર્ણ તત્ત્વ ઉપર મીટ માંડી છે એ શુદ્ધ અભિપ્રાયને ટકાવી રાખે છે, વચ્ચે રાગ આવી જાય છે તેનાથી લોકોત્તર પુણ્ય બંધાય છે. એ રાગ હું નહિ-એવું ભાન જ્ઞાનીને વર્તે છે. જ્ઞાતા-દ્રષ્ટાપણાને ભૂલીને રાગને-શુભ પરિણામને ધર્મ માને, કર્તવ્ય માને, એ જડ ભાવને જ નિજગુણ માને છે અને તે મિથ્યાભાવ જ છે. આત્માનો વ્યવહાર આત્મામાં જ હોવો જોઈએ તે સિવાય કાંઈ બીજું માને તે અભિપ્રાય જૂઠો છે. સમ્યક અભિપ્રાયને ટકાવીને રાગ-દ્વેષ ટાળવાનો અર્થાત્ સ્વરૂપમાં સાવધાન રહેવાનો પ્રયત્ન જ્ઞાની કર્યા જ કરે છે. રાગના ઘટાડામાં વચ્ચે દેવ, ગુરુ, ધર્મનો વિનય, પ્રભાવના, ગુરુભક્તિનું મહામાન હોય. પૂર્ણ સ્થિર થયો નથી ત્યાં લગી તેને યોગ્ય રાગ આવે, અવ્રત ટળે; વ્રતપરિણામ વખતે પણ પ્રયત્ન તો અંતરંગમાં અરાગી તત્વમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્થિરતા કરવાનો હોય છે. તે દેહની ક્રિયા નથી. જ્ઞાનમાં ઠરવું તે જ્ઞાનના આધારે છે. એ વ્યવહાર પરમાર્થને પ્રેરે છે. આ વાત જો માન્ય ન રાખો તો સમ્યમોક્ષમાર્ગ નથી. મન, વાણી, દેહની ક્રિયા અને શુભ પરિણામ તે વ્યવહાર પણ નથી. આવી સમજણ તે સમ્યક કૂંચી છે. અનંતકાળનો અજાણ્યો આત્મધર્મનો લોકોત્તર માર્ગ બહુ અઘરો પડે છે. આડુંઅવળું કાંઈ નહિ, જેમ છે તેમ સમજ્ય છૂટકો છે. અનંત કાળમાં ન સમજાયું, તે વાત કાંઈ સાધારણ હશે? ઘણા જીવો, મોટા ભાગે જે માની રહ્યા છે તેનાથી આ સમજણ જુદી જાતની છે, સને સંખ્યાની જરૂર નથી. કોઈ કહે કે શ્રીમદે કહ્યું કે “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ,” પણ કાળને અનુસરીને કાંઈ ફેરફાર કર્યો હોય તો ન ચાલે? શ્રીમદે પોતાની કલ્પનાથી કહ્યું નથી, પણ અનંત જ્ઞાનીઓએ જે કહ્યું છે, તે જ કહ્યું છે; તેમાં ફેર પડે નહિ. હા, વર્તમાન કાળમાં આ દેહે મોક્ષ નથી. પુરુષાર્થ ઓછો કરી શકે; પણ સમ્યગ્દર્શનમાં અભિપ્રાયફેર હોય નહિ. જેવો અભિપ્રાય સર્વજ્ઞ ભગવાનનો છે, એવો જ, એ જાતનો અભિપ્રાય ચોથી ભૂમિકાએ પણ હોય છે, અન્યથા નહિ. લાખો વર્ષ પહેલાં પણ ગોળ, ઘી અને લોટની સુખડી થતી અને આજે પણ તેમ જ થાય છે. કદી ગળપણમાં સહેજ ફેર રહે પણ ઘી, ગોળ અને લોટ સિવાય ધૂળ, પેશાબ અને રેતીની સુખડી ત્રણ કાળમાં ન કરાય-ન થાય; તેમ અનંત કાળમાં, અનંત જ્ઞાની ભગવંતો થઈ ગયા, થાય છે અને થશે તે બધાએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્રમય મોક્ષમાર્ગ કહ્યો છે. આત્મા અવિનાશી, પૂર્ણજ્ઞાની, પરથી જુદો; સિદ્ધ ભગવાન જેવો છે-એવી નિઃશંક શ્રદ્ધા, તેનું સમ્યજ્ઞાન અને એ જ્ઞાનમાં ટકી રહેવું, તે વ્યવહાર એ જ લોકોત્તર માર્ગ છે. આ કાળે પરમાવગાઢ સમકિત ન થાય, પણ દઢતર સમકિત થાય છે. પૂર્ણ કેવળજ્ઞાન ન થાય, પણ તેના બીજડાં તે જાતનાં જ હોય. આ કાળે એકાવતારીપણું થઈ શકે છે. સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા અને રાગરહિત નિર્મળ જ્ઞાનમાં ટકી રહેવું તે ચારિત્ર, તે આત્માનો વ્યવહાર છે. રાગની વૃત્તિ ઊઠે તેનો અભાવ કરીને જ્ઞાનમાં ટકી રહેવું તે વ્યવહાર. દેહની ક્રિયા કે શુભ જોગ તે આત્માનો વ્યવહાર નથી. જડની ક્રિયા તે જડનો વ્યવહાર છે. તે વિજાતીય વિકારી પર્યાયને અવિકારીમાં ન ખવાય. આ તત્ત્વ સમજીને બેસાડવું પડશે. ન બેસે તો હળવે હળવે સમજીને અંતરમાં ઉતારવું, પણ બીજાં માન્યથી તત્ત્વ અન્યથા થવાનું નથી. તેથી આ ગાથામાં કહ્યું છે કે : “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. જે જાતનો નિશ્ચય હોય તે જાતનો વ્યવહાર હોય. આ વ્યવહારમાં ઘણાને બહુ ગોટાળો થાય છે. જડભાવને આત્મભાવ માની બેસે છે, પુણ્ય-પાપનો ભાવ તે બંધભાવ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૭] [૧૬પ છે તેને આત્મામાં ખતવે છે. તે વ્યવહારથી કલ્યાણ થતું હોય, તો આજ લગી કેમ ન થયું? પરમાર્થ એટલે અભેદ નિશ્ચય આત્મસ્વભાવ. નિશ્ચય એટલે શુદ્ધ આત્મસ્વભાવ, તેને પહોંચી વળે તે પરમાર્થભૂત વ્યવહાર છે, બીજા વ્યવહારથી ધર્મ નથી. સાધક જીવ હું જ્ઞાન છું, સત્ છું, શુદ્ધ છું, અભેદ છું-એમ લક્ષમાં લઈને, અખંડ જ્ઞાનનો પુરુષાર્થ ઉપાડે છે. સાથે જે રાગનો ભાગ આવે છે તે હું નહિ એમ ભાન છે. પૂર્ણ વીતરાગી તત્ત્વ જ ઉપાદેય છે. એ અભિપ્રાયને ટકાવી રાખવાનું જે જ્ઞાનબળ વર્તમાનમાં પુરુષાર્થપણે વર્તે છે તે વ્યવહાર છે. તે વિના કોઈ બીજો વ્યવહાર પરમાર્થમાં ઘાલે તો મિથ્યાપણું છે. ૨૫ હાથ રેશમી આલપાક હોય, તેને ગજ વડે માપવો છે, (વ્યવહાર કરવો છે.) તેને બદલે કોથળાના ટાટનું કંતાન લઈને ગજ વડે માપવા બેસે અને ઘરાકને કહે કે લ્યો આ ૨૫ હાથ રેશમી આલપાક, તો શું તે લેશે? એમ આત્મા અખંડ, વીતરાગમૂર્તિ, નિર્મળ જ્ઞાનનો તાકો છે, તેને માપવાનો વ્યવહાર તે જાતના લૂગડે અને પરમાર્થના ગજે હોય કે જડની મલિન જાત વડે હોય? આત્મસ્વભાવ અવિકારી, શાંતસ્વરૂપ છે, નિરૂપાધિક છે અને રાગભાવ કલુષિત, વિકારી, ઔપાધિક છે; એમ આંતરો પાડતાં ન આવડે અને કહે કે અમે ધર્મ કરીએ છીએ, તો શું તેની વાત સાચી હોઈ શકે? ડાહ્યા માણસને લક્ષમાં આવ્યું કે ર૫ વાર રેશમી આલપાક આવો જ છે; એમ અરાગી-નિર્દોષ તત્ત્વ ઉપર જેણે મીટ માંડી છે, પણ વર્તમાન પુરુષાર્થ બાકી છે, તેને રાગ કેટલો ટળ્યો અને ઉજ્જવળતા-વીતરાગતા કેટલી ખીલી તેનું માપ કરતાં બરાબર આવડે છે. પૂર્ણ શુદ્ધ તત્ત્વ અને વર્તમાન અવસ્થા તે બનેની ખબર છે; એવા સમ્યગ્દષ્ટિ ધર્માત્માને એ પરમાર્થના જ્ઞાન વડે જે પુરુષાર્થ થાય તે વ્યવહાર સંમત જાણવો. આત્મા પૂર્ણ શુદ્ધ વીતરાગી છે એ નિશ્ચય અથવા પરમાર્થ છે અને રાગના ભાવને જ્ઞાન વડે છેદીને જ્ઞાનમાં ઠરવાનો-ટકી રહેવાનો પુરુષાર્થ એ જ વ્યવહાર છે. બીજા, બીજો વ્યવહાર કહે તો માનવો નહિ, બીજાં માનશો તો બીજાં થશે. ૩૬, ગાથા ૩૫-૩૬ બેઉની સંધિ હવેની ગાથા સાથે છે તે ગાથા કહે છે : એમ વિચારી અંતરે, શોધે સદ્ગશ્યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ. ૩૭ પરમાર્થનો પંથ એક હોય”—એમ વિચારી એ પૂર્ણ તત્ત્વને પહોંચી વળવા માટે તેની જાતનો જ વ્યવહાર હોય છે; જે પરમાર્થને પહોંચાડે તે જાતનો વ્યવહાર કેવો હોય, તે આગળ કહ્યો છે. તે જ જ્ઞાનની જાતનો વ્યવહાર પરમાર્થને પમાડે છે, એ વાતને અંતરમાં ધારી, વિચારીને, આત્માર્થી સદ્ગુરુની શોધમાં વર્તે છે. પણ કોઈ (નામનિક્ષેપે) મનમાની પરમાર્થની વાત માન વડે ધારી રાખે અને પોતાના સ્વચ્છેદે ગુરુને ગોતવા જાય તો બીજું થાય, તે આગળ કહેવાઈ ગયું છે. ત્રણે કાળે એક જ પરમાર્થ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૬] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ભૂત વ્યવહાર હોય. અનંત જ્ઞાનીનો એક જ આશય હોય છે. ત્રણે કાળે આત્માને પહોંચી વળવાનો મોક્ષમાર્ગ જે સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ કહ્યો તે એક જ છે. જેને તે પામવાની ચિ છે, સદ્ગુરુના સમાગમની ઝંખના છે તેને તે મળ્યા વિના રહે નહિ. કદાપિ સદ્ગુરુનો યોગ ન બન્યો તો અંતરથી, પૂર્વ સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય, અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ પરમાર્થથી ખટક હોય તેને આવો માર્ગ મળે જ. માર્ગને પામવાની રીત એક જ હોય છે. એમ અંતરમાં વિચારવું, પણ ઉપર ટપકે નહિ. અનંત કાળમાં જીવોએ સિદ્ધની વાતો અને દ્રવ્ય-ગુણ-પર્યાયની ધારણા અનંતવાર કરી છે પણ તેથી મોક્ષમાર્ગ પમાય નહીં. જ્ઞાનીઓ મોઘું કહે છે તે પુરુષાર્થ ઉપાડવા કહે છે. જેનો ઊંધો પુરુષાર્થ છે, તેને સવળો કરવા કહે છે. અહીં તો આત્માનું હિત કરવું છે; કોઈ સંસારનો વ્યવહાર ચલાવવાની વાત નથી કે લાવો ઝટ મનાવી દઈએ. પરમાર્થથી ગૂંચ ઊકલે તો અનંતકાળનું રખડવું ટળી જાય. તે માટે પ્રથમ ગાથામાં કહ્યું કે જે સમજ્યા વિના ભવિષ્યમાં અનંત દુઃખને પામત, તે દુઃખનું મૂળ જેણે છેવું એવા શ્રી સદ્ગુરુ ભગવાનને નમસ્કાર કરું છું. પરમાર્થમાં પ્રેરે તે વીર્ય એની જ જાતનું હોય, એમ વિચારી, અંતરમાં આટલી જવાબદારી રાખીને, આત્માર્થી સગુરુને શોધે છે. સદ્ગશ્યોગ શોધવાનો પુરુષાર્થ પોતાને છે. ગુરુ મને તારી દેશે એમ તે નથી માનતો, તે તો પોતે સત્નો આદર કરી રહ્યો છે. જેનામાં પાત્રતા છે તે સમજીને સત્સમાગમની ભાવના કરે છે. તે એવી ભાવના કરે છે કે અહો! એવા શ્રી પુરુષનો યોગ, સત્સમાગમ મને મળે તો બધુંય સમાધાન થઈ જાય. લોકો ઉપાધિ અળગી કરી સંસારની મીઠાશ છોડીને નિવૃત્તિ લે, તો આગળ ચાલે ને? પ્રથમ સહેલામાં સંતોષ માન્યો હોય અને તેનાથી નવું આવે તો મૂંઝાય, પણ મુમુક્ષુને મૂંઝવણ ન થાય. સદ્ગ એટલે સત્માં મોટા. સત્ જે અવિનાશી, અવિકારી, શુદ્ધ આત્મા છે, તેની રુચિવાળો સાચા સુખનો કામી છે; તે તત્ત્વને જે જાણે છે એવા પ્રત્યક્ષ શ્રી પુરુષ-સદ્ગુરુને આત્માર્થી શોધે છે; તેમાં પોતાની રુચિનો પુરુષાર્થ છે, તેને “કામ એક આત્માર્થનું બીજો નહિ મન રોગ.” સંસારની તેને વાસના નથી. સન્ની જિજ્ઞાસુ સત્ સમીપ જ ઊભો છે; સને પડખે જે ભાવથી ઊભો છે તેને આત્માર્થ પ્રગટ થાય જ. તે જીવ આત્માર્થી છે, તે જાણે છે કે સત્સમાગમમાં બીજું કાંઈ કરવાનું ન આવ્યું એટલે કે પુણ્ય, વેષ, વાડો, લૂગડાં, બાહ્યત્યાગ એ ક્રિયામાર્ગ, શુષ્કજ્ઞાનીપણું, માનાર્થ કે મતાર્થ એવું કાંઈ પણ પર પ્રયોજન ન આવ્યું. માત્ર આત્માર્થ, સમ્યપરમાર્થ પામવાની તેને અંતરખોજ છે; તેમાં બીજી કલ્પના, ચમત્કાર, મંત્ર, તંત્ર, હઠયોગ, મનની ધારણા, પુણ્ય, યોગ આદિ જડભાવના અંશની પણ તેને ઇચ્છા હોતી નથી. જે છું તે પામું. પૂર્ણ શક્તિરૂપ શુદ્ધ અવિનાશી છું તેવો થાઉં. તેની જ શ્રદ્ધા-સમ્યક્રઅભિપ્રાય, રાગની રુચિ રહિત જ્ઞાન અને તે જ્ઞાનની સ્થિરતા-પૂર્ણ વીતરાગતાની જ તેને કામના છે. બીજો જડભાવનો-પૂજાવાનો માનાર્થ મતાર્થ આદિ કોઈ સંસારભાવનો રોગ મનમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૬૭ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૮] પણ તેને નથી. કોઈ શુભાશુભ વૃત્તિ ઊઠે તેનો આદર નથી, દુનિયા અવળી પડે તો ભલે પડે, પણ એક આત્માર્થીપણામાં-એકરૂપ વીતરાગદશામાં ક્ષોભ ન થાય. એ જ એક શુદ્ધસ્વરૂપની સંભાળજાળવણી તેને જોઈએ છે. આત્મા પોતે જ્ઞાતા છે, જ્ઞાનમાત્ર છે, પુણ્ય, પાપ, રાગ-દ્વેષ, મન, વાણી, દેહની ક્રિયાથી રહિત છે. તે અવિનાશી, અસહાય, અસંગ, કેવળ એક જ્ઞાનમૂર્તિ છે; માટે જ્ઞાનબળ વડે જ્ઞાનમાં ટકી રહેવું, રાગ દ્વેષમાં ન ટકવું; નિજસ્વરૂપની જ્ઞાનપણે સંભાળ રાખવી તે જ પરમાર્થ હેતુ વ્યવહાર છે અને એ જ આત્માર્થીનું કાર્ય છે. ૩૭. હવે આત્માર્થીના બીજા ગુણો કહે છે - કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ આત્માનો નિવાસ જ્ઞાનીમાં છે, ધર્માત્મામાં છે. જે ગુણ અનંત કાળમાં નથી ઊઘડયો એવો નિર્દોષ આત્મગુણ ઊઘડવા માટે તે પવિત્રતા-નિર્દોષતાને યોગ્ય ભૂમિકા પ્રથમ તૈયાર હોવી જોઈએ, એમ અત્રે કહ્યું છે. આત્મગુણને અટકાવનાર કષાયનો ઉપશમ કરવો એટલે કે ત્રિકાળી અકષાય જ્ઞાનાનંદ સ્વભાવના આશ્રયે ક્રોધાદિ કષાય પાતળા પાડવા જોઈએ. જેમ ભારેલા અગ્નિ તેનું ફળ આપી શકે નહિ એટલું રાખમાં જોર છે, તેમ જ્ઞાનબળ વડે ક્રોધ, માન, માયા, લોભને રોકવા જોઈએ. અંતર આત્મામાં પુરુષાર્થની, અકષાયદૃષ્ટિના બળથી ક્રોધ, માન, માયા, લોભને જેણે ઠાર્યા છે, ઘટાડયા છે તેણે સ્વરૂપમાં કરવાનું સ્થાન જાણું છે. તેને સંસારથી કામના નથી, માત્ર મોક્ષ-અભિલાષ છે; રાગની ઇચ્છા નથી. પુણ્યની કરણીની અભિલાષા નથી, એટલે રાગ, ઇચ્છા મમતારહિત નિર્મળ, પૂર્ણ પવિત્ર આત્માની અભિલાષ છે. કોઈ કહે છે કે અમારે ભગવાન એવો જોઈએ કે બીજાનું કંઈક ભલું કરે, શરીરે સુખી રાખે. તેઓ કહે છે કે ઉપલી ભૂમિકામાં જે ધર્માત્મા હોય, જેનામાં ગુણ પ્રગટયા હોય તે ધર્માત્મા જગતની સેવા કેમ ન કરે? બધા લોકોને સુખ થાય એવું કરી જાય તેને અમે મોટા ઉપકારી કહીએ. તેનો ઉત્તર – કંઈક કરવું તે દોષરહિત હોય નહિ, ઇચ્છા વિના કર્તુત્વ હોય નહિ. જ્ઞાનીને ઇચ્છા નથી. હજાર માણસમાં ડાહ્યો હોય તેને અમે મોટો માનીએ, સજ્જન કહીએ એમ લૌકિકમાં કહે છે, પણ આ તો લોકોત્તર માર્ગ છે; સંસારના જન્મ-મરણ ટાળવાં એ કાંઈ બજારૂ વસ્તુ નથી. તે ક્રિયાકાંડથી થાય તેમ નથી. આ તો તદ્ગ અકર્તા અરાગી તત્ત્વની વાત છે. મોક્ષ એ આત્માની પૂર્ણ પવિત્ર દશા છે, રાગના અંશ વિનાનું નિર્વિકલ્પ નિરપેક્ષ તત્ત્વ છે; તેની લોકોને ઓળખાણ નથી તેથી પોતાની કલ્પના પ્રમાણે ભગવાન માન્યો છે. કોઈ તત્ત્વ પરાધીન નથી; જે પરાધીન નથી તે બીજાનો આધાર કેમ રાખે? વીતરાગને રાગ હોય નહિ. વીતરાગ આપી દે, તો તે રાગી ઠર્યા, વળી કોઈને સુખ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૮] [ ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આપી શકે એમ માની ગરીબને ૫00 રૂપીઆ આપે પણ તેની પાસે રહેવાના ન હોય તો કોઈ મારીને લૂંટીને જશે. અરે! પાસે પૈસો ન હોય તો છેવટે લૂગડાંય કાઢી જશે, માથું પણ કાપી જાય. જડના સંયોગથી સુખ થાય, લાભ થાય, એમ માનવું તે જ મોટું અજ્ઞાન છે. પર વસ્તુનો સંયોગ ઇચ્છવો તે ઉપાધિ છે; શરીર ગમે તેવું સારું દેખાતું હોય પણ તે શેનું બનેલું છે તે જુઓ. સારું દેખાતું હોય છતાં કોઈનું થયું નથી; ઘડીમાં રોગ આવે છે; પણ જેને શરીર ઉપર રાગ નથી, પરિગ્રહની મમતા નથી તેને કોણ લૂંટે? માટે દેહરહિત થવા માટે તથા સાચું સુખ જે આવ્યું તે ટળે નહિ તે માટે શરણભૂત સ્વતત્ત્વ સમજવાની જરૂર છે; પણ જેને હજી પારકું કરવું છે, કરી શકતો નથી છતાં માનવું કે “હું પરનું કરી શકું,” તેણે ભગવાનને પણ તેવો જ ઉપાધિવાળો માન્યો છે. પોતાને એકલાપણું ગોઠતું નથી, તેથી પરભવમાં અને મોક્ષમાં પણ પોતાના માનેલા ગજે ગોઠવી દે છે. એક ભાઈ કહેતા હતા કે “નવરો નખોદ વાળે” પણ નવરો કોને કહેવો અને કામગરો કોને કહેવો, તેની પોતાને ખબર ન હોય, પછી પોતાની કલ્પનાએ ગોઠવી દે. જેને પોતાનું પૂર્ણપણું, સ્વાધીનપણું ગોઠતું નથી તેને પરનું કર્તવ્ય, દયા, રાગ આદિ ઉપાધિવાળો પરમાત્મા જોઈએ છે, તેને એવો પરમાત્મા થયું છે. જેની જેવી માન્યતા તેનું તેવું વર્તન, અને તેવું તેનું ફળ આવે જ. જેણે પોતાને પુષ્યવાળો, પરના આધારવાળો માન્યો છે, તેને જડ ફાલશે; તેને બંધભાવની શ્રદ્ધા છે માટે બંધ થશે. લોકો ગમે તે કલ્પનાથી ગોઠતો ધર્મ માને. પણ ધર્મમાં તેવું થાય તેમ નથી. માટે અહીં ગાથામાં કહેવું છે કે –ત્રણે કાળે પરમાર્થ પામવાનો એક જ માર્ગ હોય. અકષાયના લશે કષાયની મંદતા, સંસારથી છૂટકારાની ઇચ્છા અને પાત્રતા સહિત “ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આભાર્થીને ભવ કરવાનો ભાવ નથી; પણ અંતરવૈરાગ્ય અને મોક્ષની ઇચ્છા થવામાં જે સંસાર પ્રત્યે ભવ પ્રત્યે ખેદ છે, તેમાં રાગ-દ્વેષના જે અંશ પડે છે તે રાગના અંશને પણ રાખવાનો ભાવ નથી. જીવે અનંતવાર દેવના ભવ કર્યા; તે ભવ પણ ચૈતન્ય પ્રભુ માથે ગૂમડાં છે. પ્રભુ ચૈતન્ય અમૃતવેલડી છે ને પુણ્યપ્રકૃતિ, દયા આદિ રાગભાવ કરવા જેવા માને છે, તે સંસારભાવ વિષની વેલડી છે. ભગવાન આત્મા અમૃત-કુંભ છે. તેને માથે અશુચિમાં કૂંડાં શોભતાં નથી. એક પણ ભવ કરવો આત્માર્થીને ગોઠતો નથી એટલે કે તેને ભવનો ભાવ નથી. “ ભવે ખેદ, પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ” એનો અર્થ એમ લેવો કે બધા ઉપર દયા, બધા પ્રાણીમાં પોતે પણ છે, એટલે પોતે પરથી જુદો છે, એમ પોતાના અરાગી તત્ત્વની રક્ષા કરવી. પોતાને બધા જીવો ઉપર સમભાવ છે છતાં તેને ધર્માત્માનો-જ્ઞાનીનો આદર એટલે સત્નો આદર છે, કોઈ પ્રત્યે દ્વેષ નથી. બધા જીવો આત્મધર્મ પામે, કોઈ પ્રાણીને દુઃખ ન થાય એવી ભાવદયા આત્માર્થીના મનમાં રહે છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૮] [ ૧૬૯ [ તા. ૧૫-૧૦-૩૯] જેને આત્માનું સાચું સુખ જોઈએ છે, તેના શું લક્ષણ હોય તે કહે છે. પ્રથમ ભૂમિકાની પાત્રતા વિના આત્માર્થનો નિવાસ થાય નહિ, માટે કહ્યું છે કે કષાય ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” જેને સંસારભાવ-બંધભાવની લેશ પણ અભિલાષા હોતી નથી તેને પૂર્ણ પવિત્ર મોક્ષ દશાની અભિલાષા હોય છે. મોક્ષભાવ અને બંધભાવ એકી સાથે ન હોઈ શકે. જેને માત્ર શુદ્ધ આત્મા જ જોઈએ છે તેને ભવ નથી જોઈતો. ઘણાય કહે છે કે અમને માત્ર મોક્ષની જ ઇચ્છા છે, પણ ભવના અભાવરૂપ ભાવ નથી. ભવનો ભય નથી તેને અબંધતત્ત્વ કેમ બેસે? ઘણા કહે છે કે પુણ્યની સગવડવાળા દેવના ભવ મળે તો શું વાંધો છે? ત્યાંથી મરીને મનુષ્યભવમાં સારાં સાધન પામીને મોક્ષ ઉપાય કરશું, પણ તેની વાત જૂઠી છે, માત્ર ભ્રાન્તિ છે. જીવ વધુમાં વધુ માત્ર બે હજાર સાગરોપમ કાળ જ ત્રસપર્યાયમાં રહી શકે છે; પછી ચોક્કસ એકેન્દ્રિયમાં અને નિગોદમાં અનંત કાળ રહેવું પડે છે. અહીં એમ કહેવું છે કે જેને ભવ કરવો નથી અને કોઈ પ્રાણીને દુઃખ થાય એવો ભાવ ન હોય તેનામાં આત્માર્થનો નિવાસ છે. આપણે પુણ્યથી સારા ભવ કરવા એમ કોઈ માને તો ત્યાં તેને ભવનો ભાવ છે એમ સમજવું. સર્વજ્ઞ ભગવાને કહ્યું છે કે આત્મા શાશ્વત, અનંત કાળની સ્થિતિવાળો, નિરૂપાધિક છે. તેને ભૂલીને જો ભવ કરવાનો ભાવ રાખે, તો વધુમાં વધુ બે હજાર સાગરોપમ ત્રસ-પર્યાયમાં રહી શકે. ત્યાંથી છૂટીને અવશ્ય એકેન્દ્રિય અને નિગોદમાં અનંતકાળ સુધી રહેવું પડે છે. ત્રસના ભવની સ્થિતિની એ પ્રમાણેની મર્યાદા છે. આત્મા બેહદ-અમર્યાદિત સ્વભાવવાળો નિત્ય છે, એકરૂપ જ્ઞાનસ્વરૂપ છે, છતાં ભવ કરવાનો ભાવ ઊભો છે. તો તે ક્ષણિક દેહોમાં રખડતો રખડતો એવા સ્થાનમાં જઈ પડશે કે જેને સૂક્ષ્મ નિગોદનાં થાળાં કહે છે. તેમાં એક શ્વાસોચ્છવાસમાં ૧૮ ભવ થાય છે. એમ અનંતકાળ દેહ બદલ્યા જ કરે. આત્મા પુણ્ય રહિત છે એ ભૂલીને આત્માને પુષ્યવાળો માન્યો પર નિમિત્તના આધારવાળો માન્યો છે. પુણ્યની ઇચ્છા કરી એટલે બેહદસ્વભાવી આત્માને પુણ્યની અલ્પ સ્થિતિવાળો-હંદવાળો માન્યો તેને જેમ સૂર્ય આથમી જતાં અંધારું આવે તેમ મૂઢપણું આવવાનું જ, પણ જે સૂર્યથી આગળ ગયો–ઉપર ગયો તેને અંધારું નથી. જ્ઞાનસૂર્ય ઊઘડયો તેને અજ્ઞાન અંધકાર નથી, પણ જેને આત્માનું યથાર્થ ભાન નથી, તેને ગાઢ અજ્ઞાન અધંકારમાં જ રહેવાનું છે. જેને પુણ્યનો આદર છે તેને ભવની ઉપાધિનો આદર છે; એટલે ચૈતન્ય ભગવાનની સ્વાધીનતાનો, સુખનો અનાદર છે. ચૈતન્યભગવાન પવિત્ર આનંદમૂર્તિ છે. આગળ આવશે કે “તું છો મોક્ષસ્વરૂપ” એની યથાર્થ શ્રદ્ધા પુણ્યની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ૧૭૦ ] રુચિવાળાને નથી, કેમ કે તેની પરાશ્રિત બુદ્ધિ છે; પુણ્યભાવ તે ભવનો ભાવ છે, એટલે દેવ, મનુષ્યાદિ ત્રસ પર્યાયના ભવ ખૂટીને નિગોદ (નિ=નિરંતર, ગો=ભૂમિ એટલે અનંત ભવ, દ=દેવાનું જેમાં સ્થાન છે તે) યોનિમાં અનંતકાળ રહેવું પડે છે. આત્મા ચૈતન્ય જ્ઞાનમૂર્તિ, પૂર્ણ, અસંગ, અબંધ, અરાગી છે, સ્વાધીન છે, નિરૂપાધિક સુખસ્વરૂપ છે, એની એકવાર સહજ હા આવતાં યથાર્થ સમજણની સહજ દશા સમજાય છે. એક ન્યાય સમજતાં, બંધ અને મોક્ષસ્થિતિ, તેનાં કારણ-કાર્ય, લોક, જીવ, અજીવ શું છે, તે બધુંય જેમ છે તેમ જણાય છે; તે અપૂર્વ તત્ત્વ સ્વચ્છંદ વડે સમજાતું નથી, માટે આત્માર્થીએ પાત્રતા વડે જે અપેક્ષાએ ૫૨માર્થ અને વ્યવહાર કહ્યો તેને લક્ષમાં રાખીને સદ્ગુરુઆજ્ઞા અવધારવી. અહીં એમ કહેવું છે કે જેને પુણ્યની રુચિ છે-રાગની રુચિ છે તેને ભવનો ખેદ નથી, એટલે કે ભવનો ભાવ છે, તેને નિગોદની ઇચ્છા છે. તે જીવ ચૈતન્યની શક્તિ હારી જાય છે અને તેથી અનંતા ભવની ભીંસમાં ભયંકર યાતનામાં અનંતકાળ સુધી પરાધીનપણે ૨હે છે. પુણ્યથી ધર્મ થશે, ૫રં૫રાએ મોક્ષ થશે એમ જેણે ભવની ઇચ્છા કરી તેણે ત્રસપર્યાય છોડીને નિગોદમાં જવાનો ભાવ કર્યો છે; કારણ કે નિર્દોષ જ્ઞાતાપણું તેને ગોઠતું નથી; એકલાપણું-સ્વાધીનપણું તેને ગમતું નથી. અનંત દુઃખના સંયોગનું કા૨ણ બંધભાવ છે. મિથ્યા અભિપ્રાય વડે જ અનંત કાળ જીવને નિગોદમાં રહેવું પડે છે. ચૈતન્યશક્તિ એટલી બધી બિડાઈ જાય છે કે પોતાની હયાતી બીજા સ્થૂળ દૃષ્ટિવાળા દેખી ન શકે, તેનું જીવત્વપણું પણ જાણી ન શકે, એવી ઘણી જ લકી પરાધીન દશામાં અનંતા ભવ કરવા પડે છે. જેણે ૫૨ભાવને પોતાનો માન્યો અને ચૈતન્ય ભગવાનના યથાર્થ ન્યાયોની ના પાડી તેણે જ્ઞાતાપણાનો અનાદર કર્યો; તેથી તેને એવા ભવમાં રહેવું પડે છે કે જ્યાં ચૈતન્યશક્તિ એટલી બધી ઘટી જાય છે કે સાધારણ જીવો તેને ઓળખી પણ શકે નહિ. આ ન્યાય છે. સિદ્ધાંત પણ એમ જ છે. તે તેના જીવપણે ઓળખાય એવું બાહ્ય ચિહ્ન પણ હારી જાય છે. એવું વિકૃતપણું પુણ્યની મીઠાશ રહેવાથી થાય છે. જેને કેવળ જ્ઞાતાપણું નથી ગોઠતું, તે ચૈતન્યદ્રવ્યની અતિ હીનતા કરે છે. તે કહે છે કે આત્મા આત્મા શું કરો છો ? બસ, અમે તો કંઈ કરીએ તો પુણ્યનાં સાધન પામીએ અને સુખી થઈએ. એવી રીતે આત્માની વાત અને સર્વજ્ઞના ન્યાયની ચર્ચા થતી હોય તેનો તથા આત્માનો જ્ઞાતાદેષ્ટા, અક્રિય, અબંધસ્વભાવ છે તેનો જે અનાદર કરે છે તે ઉ૫૨ કહ્યા પ્રમાણેની અવસ્થા પામે છે. પુણ્ય વિના ધર્મ નથી. એમ ૫૨ભાવને પોતાનો જે માને છે તથા જેને નિમિત્ત વિના, ભવ વિના શરી૨ વિના અને શરીરની સગવડતા વિના ગોઠતું નથી તેને નિગોદમાં જવું જ પડશે. જેને દેવના ભવ, પુણ્યના ભવ સારા લાગતા હોય તેને નિગોદનો ભવ સારો લાગે છે. જેમ છે તેમ ન્યાયથી કહ્યું છે. જેને ભવનો ભય નથી, ભવના અભાવરૂપ ભાવ, અબંધતત્ત્વ જેણે જાણ્યું નથી, તેને નરક–નિગોદ અને અનંતા કષાયના ભવની ઇચ્છા છે. માટે જ્ઞાની નિષ્કારણ કરુણાથી કહી ગયા છે કે “ ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. ” જ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૩૯] | [ ૧૭૧ ચૈતન્યભગવાન અવિનાશી, નિરોગી તત્ત્વ છે. તેની વર્તમાન અવસ્થામાં ભવનો ભાવ, પુણ્ય-પાપ-દેહાદિની સ્થિતિ તે ગૂમડાં છે, પાક-પરૂની ઉપાધિ છે. મારે ભવ ન જોઈએ એવા ભાવવાળા જીવ, ભવરોગ મટાડનાર વૈદ્ય શ્રી સુગુરુને ગોતે છે; સુગુરુ ચૈતન્યની નિર્મળદશા કેવી છે તે બતાવે છે. કદાચ પ્રત્યક્ષ સદ્ગુરુ ન મળે તો, અંદરથી પૂર્વ સંસ્કાર અને પુરુષાર્થ જાગશે અને સત્પરુષને મેળવવાની ઝંખના રહેશે, “જબ લગ નારાયણ નવ પાવે, તબ લગ નયનમેં નીંદ ન આવે.” એવી દશા થાય છે કે જ્યાં સુધી પૂર્ણદશા સ્વાધીન સુખદશા પ્રગટ ન હોય, ત્યાં સુધીનો પુરુષાર્થ તે પૂરો પાડે છે. માત્ર પૂર્ણ સ્વરૂપને પામવાની ઝંખના હોવી જોઈએ. એવા લાયક જીવને શ્રી સદગુરુનો યોગ અવશ્ય મળે છે. જ્યાં સનો જ આદર છે ત્યાં મોક્ષનાં સ્વપ્ન આવે કે આત્માના અસંખ્યાત પ્રદેશ કર્મમળ રહિત-નિર્મળ થઈ ગયા, મોક્ષ થઈ ગયો, ભવ નથી; પુણ્યની ઇચ્છા વડે તો ચૈતન્યના જ્ઞાનમાં વિકાર થઈ સંસારનાં ખરાબ સ્વપ્રાં આવે છે. તેનો પાક થઈને ભવરૂપી સોજા અને ગૂમડાં થાય છે ત્યાં પોતાની અનંત આશાતના થાય છે, સ્વની ઘાત થાય છે. પુણ્યાદિ ભોગની મીઠાશ અજ્ઞાનભાવે ટળે નહિ. આત્મા જેવો છે તેનો યથાર્થપણે જાણ્ય ભવનો અભાવ થાય. ચૈતન્યનો ઝીણવટથી વિચાર કરો કે ભવનો ભાવ છે કે નહિ. મધ્યસ્થપણે વિચારવું પડશે, જેમ છે તેમ સમજવું પડશે. “ભવે ખેદ” એટલે પરભાવની નાસ્તિ. “પ્રાણી દયા” સ્વરક્ષાની અસ્તિ. “ભવે ખેદ, પ્રાણી દયા” તેમાં “પ્રાણી દયા” એટલે જગત પ્રત્યે નિર્વેરબુદ્ધિ-અદ્રોહબુદ્ધિ, એટલે વેરબુદ્ધિનો ત્યાગ. કદી લાખ માણસનો ગુનો કર્યો હોય તેવો ક્રોધ કરનારો પોતે હોય, પણ પોતે જ સવળો થઈ ગયો ત્યાં પોતાના બધા દોષ ટળી ગયા સમજવા; હવે તેને લેણદેણ ચૂકવવા ભવ નહિ કરવા પડે. પોતે અકર્તા નિર્મળ અભિપ્રાયમાં સ્થિત થયો અને વેરબુદ્ધિનો જ્ઞાનથી છેદ કર્યો, એ રીતે જે પોતે જ પલટયો તેને જગતના વેર-વિરોધ ટળી ગયા; પણ જેના અંતરમાં લેશમાત્ર કંસ રહે તેની સવળાઈ થઈ નથી. બીજાને સમજાવું, બીજાને રાજી કરું તો મારા દોષ ટળે એમ માનવું તે સાચું નથી. સાચી સમજણથી પોતાની વેરરહિત દશા પ્રગટ કરવી તે મુમુક્ષુનું લક્ષણ છે. એવા ભાવ જે પ્રગટ કરે તેનામાં આત્માર્થનો નિવાસ છે, એમ અહીં કહ્યું. ૩૮ હવે કહે છે કે - દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહીં જગ્ય; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતરરોગ. ૩૯. જ્યાં લગી આગળ કહી તેવી સત્પાત્ર દશા પામે નહિ, ત્યાં લગી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, અકષાયભાવને લાયક ન થાય. આગળ કહી તેવી પાત્રતાનું વીર્ય પણ જેનામાં નથી તેને નિર્મળ આત્માની વાત અંતરમાં પરિણામ પામે નહિ અને ત્યાં સુધી આત્મભ્રમણારૂપ અંતરરોગ ન મટે. રોગ તો જ્ઞાનમાં ઊંધાઈનો છે. કર્મના નિમિત્તનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૨] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સંયોગીભાવ એટલે કે ભવનો ભાવ મટાડવારૂપ નિર્દોષપણું પ્રાપ્ત કર્યા વિના ભાવરોગ મટે નહિ જેનામાં પાત્રતા થઈ હોય તેને પ્રભુતાનો યોગ મળ્યા વિના ન રહે. મનુષ્યક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ ભગવાનની કોઈ કાળે ગેરહાજરી હોય નહિ. જેનામાં મુમુક્ષુતા-પાત્રતા સન્મુખ થઈ તેને ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યા વિના ન રહે. પોતાનામાં પાત્રતા આવી એટલે જગતમાં તેને માટે અનુકૂળ નિમિત્ત તૈયાર હોય જ છે. જ્યાં સંતો મુનિઓનાં ટોળાં હોય, અમૃતવાણીના ધોધ વહેતા હોય, એવા મહાન ઉત્કૃષ્ટ યોગ, જેની લાયકાત છે–તૈયારી છે તેને મળ્યા વિના રહે નહિ. પરમાર્થતત્ત્વને પામવા લાયક દશા આવ્યા વિના સદ્ગુનો બોધ આત્માને વિષે પરિણામ પામે નહિ. જે પુણ્યની ઇચ્છા કરે છે તે પરાધીનતાની ઇચ્છા કરે છે, દુઃખની ઇચ્છા કરે છે, ભવની ઇચ્છા કરે છે. ચૈતન્ય જ્ઞાતા, છે તેને પરનું નિમિત્તાધીનપણું અનાદિથી પરિચયમાં છે, બંધભાવ સુલભ છે, તેમાં પ્રેમ છે એટલે સત્ અને સદ્ગનો પ્રેમ તેને આવ્યો જ નથી, પણ હવે બધા પૂર્વાગ્રહ મૂકીને સવળો થઈ ભાવથી કહે કે કાંઈ પણ પરનું કરવું નથી, કાંઈ પણ જોઈતું નથી. એમ થયા વિના જ્ઞાનની શ્રદ્ધા જ આવતી નથી. લોકો કહે છે કે તમે એલ. એલ. બી. ની ઊંચી અને ઝીણી વાતો કરો છે, પણ પ્રથમ કંઈ વ્યવહાર તો હોવો જોઈએ ને? અને પુણ્ય કરીએ તો સાધન પામીએ ને? તેના જવાબમાં ત્રણે કાળના જ્ઞાનીઓ કહે છે કે તમારી માન્યતા ખોટી છે, તે છોડીને આ સમજો. આ એકડાની જ વાત છે, આત્માના સાચા સુખનો ઉપાય સમજવાનું પ્રથમ પગથિયું છે. પ્રથમ સાચું જ્ઞાન જેમ છે તેમ જાણવું એ જ એકડો છે. જેને અંતરરોગ ટળ્યો તેને ભવભ્રમણ ટળ્યા વિના રહે નહિ અને જેને અંતરરોગ ટળ્યો નથી તેનો વિરોગ ટળે નહિ. ૩૯ હવે સુવિચારણા કેમ પ્રગટે તે કહે છે : આવે જ્યાં એવી દશા, સદ્ગરબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ “પાત્ર પ્રભુતા પ્રગટે”—એ ન્યાયે યથાર્થ મુમુક્ષતા થયે કષાયની મંદતા હોય જ. જ્ઞાની પુરુષોએ સંમત કરેલ જે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર (રાગરહિત, પુણ્યાદિ શુભભાવ વિનાની જ્ઞાનમાત્રદશા-જ્ઞાનસ્વરૂપમાં ટકવું તે જ ચારિત્ર) એ જ મોક્ષમાર્ગ છે. એવું જેનું લક્ષ છે. તેવા યથાર્થ તત્વના જિજ્ઞાસુને સત્ની અને ગુરુના યોગની જિજ્ઞાસા થયે, સદ્ગુરુનો બોધ તે લાયક જીવમાં શોભે. (૧) મોક્ષની વાત, (૨) પંચ-મહાવિદેહની વાતો, (૩) સાધકદશાના પુરુષાર્થના ન્યાય, (૪) સર્વજ્ઞના ન્યાય તથા (૫) નિગોદ અને સિદ્ધની સ્થિતિ તે અપાત્ર જીવને રુચે નહિ. તેની પાસે અધ્યાત્મગ્રંથ આવે તો તે ધર્મને પણ લજાવે અને શાસ્ત્રને પણ લજાવે. માટે કહ્યું છે કે સુપાત્ર જીવ યોગ્યદશા પ્રાપ્ત કરે ત્યારે સદ્ગરબોધ શોભે, ઠરે. (અત્રે ધારણારૂપ જ્ઞાન લીધું છે.) પછી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૭૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૧] સુવિચારદશા જાગૃત થાય છે અને સબોધ પરિણામ પામે છે, સાધકસ્વભાવની શોભા વધારે છે. અહીં સુવિચારદશા લીધી છે. ઉપલક વિચાર તો અનંતવાર કર્યા, છતાં તે અપૂર્વદશા થઈ નહિ; પણ પાત્રતાથી જ્ઞાનીની આજ્ઞાથી અને બોધસ્વરૂપની સુવિચારણાથી પવિત્રતાની શુદ્ધતાની આગાહી દેખાય, અપૂર્વ વીર્ષોલ્લાસ જ્ઞાનમાં દેખાય, તેમાં શંકા ન પડે. જેમ પ્રભાતની સંધ્યાની રતાશ દેખાય, તેમ સાધકદશાની શુદ્ધતાનાં ચિહ્ન પ્રથમથી દેખાય, બીજાને પૂછવું ન પડે. એથી “ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય, તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.” આત્માના અવ્યાબાધ સુખને દેનારી સુવિચારદશા પ્રગટે. સમતાના સ્વરૂપની જાતનો આનંદ આવો જ હોય છે, એમ સદ્ગુરુબોધથી સુપાત્ર જીવને તે બોધબીજ ઊગે એટલે પરિણામ પામે. યથાર્થ જિજ્ઞાસાથી સબોધ જાણ્યો કે આમ જ છે, પુરુષ પ્રમાણે વચન પ્રમાણ” એમ નિર્ણય કરતાં સુવિચાર દશા વડે નિર્મળ દશા ઊઘડે, એવી જ્ઞાનદશા થાય કે તે અનંત અવ્યાબાધ સ્વરૂપની સ્થિતિ પમાડે અને તે જાતની સુખદાયી દશાનો અંશ ઊઘડે. શ્રીમદે કહ્યું હતું કે સાચા સુખની સામગ્રીના હેતુ કહીશ તે અહીં કહ્યા. વળી આગળ પણ આવશે કે, “એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ.' લાયક જીવોને માટે જ જ્ઞાનીનો બોધ છે. ખારભૂમિમાં બીજ બળી જાય, તેમ અપાત્રની ભૂમિકામાં સમ્યગ્બોધ ઊગે નહિ. [ તા. ૧૬-૧૦-૩૯] અહીં આભાર્થીનાં લક્ષણ કહેવાય છે. રાગ-દ્વેષનો નાશ થાય, એવો પરમાર્થનો પરિચય તે જ વ્યવહાર છે. એ વિષે કહ્યું કે, “આવે જ્યાં એવી દશા, સદ્ગરબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય.” આત્મતત્ત્વને અવિરોધપણે વિચારવાથી સમ્યગ્દર્શન, આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, પણ હું પરમાર્થનો ઇચ્છુક છું કે સંસારનો? તેનો જેને વિચાર નથી, વળી હું કોણ છું, મારું સ્વરૂપ શું છે અને રાગીપણું તે શું, તેની પરીક્ષાશક્તિ જેને નથી તેને આત્માની અંતરંગ વિચારદશા કેમ થાય? પુણ્યની મીઠાશ, ભવની મીઠાશ હોય ત્યાં આત્માર્થ કેમ સૂઝે! ભગવાને ૧૨ ભાવનામાં બોધિદુર્લભ ભાવના” કહી છે. તેનો અર્થ એ છે કે અનંતકાળથી રખડતા જીવોને આત્માનો સમ્યગ્બોધ પામવો મહા દુર્લભ છે, દુર્લભ હોવા છતાં અપ્રાપ્ય નથી. પોતાના પુરુષાર્થની યથાર્થ વિધિ જાણે તો અનંત કાળમાં નહિ પ્રગટેલું તત્ત્વ સહજ પ્રયત્નથી પ્રગટે છે, માટે તે સુવિચારણા પ્રગટ કરવા અહીં કહ્યું છે. ૪૦. હવે તે સુવિચારણાનું ફળ શું આવે છે તે કહે છે : જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટ નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોડું થઈ, પામે પદ નિર્વાણ. ૪૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જેને સુવિચારણાની યોગ્યતા થાય તેને છ પદથી સિદ્ધ એવા આત્મસ્વરૂપનો વિચાર અંતરંગમાં ઊગે; કેમ કે તે સુવિચારદશામાં સતત આત્મતત્ત્વની વિચારદશા રહે છે. જેને અપૂર્વ તત્ત્વનું માહાભ્ય આવ્યું નથી, એટલે કે પોતાના પૂર્ણ તત્ત્વનો મહિમા આવ્યો નથી તેનામાં સુવિચારદશા કયાંથી હોય? સમ્યજ્ઞાન તેને કેમ થાય? પૂર્વે અનંત કાળમાં આત્માના નામે બીજું કર્યું છે, ભવમાં રખડવાનો ભાવ કર્યો છે; તે મિથ્યાજ્ઞાન શું અને સમ્યજ્ઞાન શું તે સુવિચારણા વિના શી રીતે સમજાય? આત્મા શું છે, તેની ભલી વિચારણા થયે અવશ્ય પોતાના શુદ્ધ આત્મપદનું જ્ઞાન પ્રગટે છે. લોકો કહે છે કે કંઈ કરીએ તો થાય; પણ આત્મા પોતાની જ્ઞાનક્રિયા સિવાય બીજું કશુંએ કરી શકે છે કે કેમ તેનો નિર્ણય તો કરો ! પ્રથમ પુણ્ય કરીએ કે કંઈ કરીએ એમ કહે છે, પણ પરનું કાંઈ કર્યું થાય છે કે કેમ તે તો વિચારો! જીવ માત્ર મિથ્યાજ્ઞાન અથવા સુજ્ઞાન કરી શકે છે, પણ પરનું કાંઈ કરી શકતો નથી; તેથી જ્ઞાનીએ તો જ્ઞાનક્રિયા (જ્ઞાનની ક્રિયા) કરવા કહ્યું છે, સંસારબુદ્ધિથી અટકીને માત્ર મોક્ષસ્વરૂપની સુવિચારણા કરવામાં અનંતું કરવાનું આવ્યું. પોતાના તત્ત્વની જેને ખબર નથી તેને વસ્તુમાં સુખ-સાધનની બુદ્ધિ છે. તત્ત્વની પ્રતીતિ વિના આખો ભવ વ્રત, તપ, ગુરુની સેવા, બાહ્ય ચારિત્ર પાળે, છ-છ મહિના ઉપવાસ કરીને મરી જાય, છતાં આત્માનું અંશે પણ ભાન થતું નથી. મન, વાણી, દેહથી રહિત, પુણ્યાદિ-દેહાદિની ક્રિયા રહિત, અક્રિય જ્ઞાતાપણાની શ્રદ્ધા બાહ્યદૃષ્ટિ જીવને રુચતી નથી. આત્મજ્ઞાન માટે કર્તવ્ય જે જ્ઞાનક્રિયા-જ્ઞાનકળા તેને જ કરવાનું અનંતજ્ઞાનીએ કહ્યું છે. આદિ, મધ્ય અને અંતમાં પ્રથમ ભૂમિકાથી છેલ્લી ભૂમિકા સુધી જ્ઞાન જ કરવાનું છે. દેહાદિની ક્રિયાને અને વ્રત, તપને ધર્મ માનીને આત્માનો ગુણ ઊઘડશે એમ માનવું એ મહા મિથ્યાત્વ છે. પ્રકૃતિના નિમિત્તે થતો ઔપાધિક ભાવ તે પુણ્યપરિણામ છે, તે અનિત્ય છે, પુણ્ય-પાપ તો હદવાળાં છે. જે આત્માને નિમિત્તના આશ્રયવાળો માને તેને સ્વાધીનપણાની શ્રદ્ધા નથી. હું અનાદિ-અનંત છું, એવી દેઢ શ્રદ્ધા થયા વિના કોઈ કહે કે અમને ભવનો ભય છે, તો તે વાત જૂઠી છે. જ્યાં નિમિત્તાધીનપણું છે ત્યાં અનંત નરક-નિગોદના ભાવ ભર્યા છે. પોતાને સમજાય નહિ તે કાંઈ બચાવ નથી. જ્યાં આત્માની સાચી જિજ્ઞાસા છે અને છ પદથી આત્મપદ સિદ્ધ છે, તેની સુવિચારદશા જ્યાં પ્રગટે ત્યાં સદ્ગરબોધ શોભે છે. આત્માનો યથાર્થ બોધ થવાથી, જ્ઞાનની સ્થિરતારૂપ ચારિત્ર વડે મોહનો ક્ષય થાય છે અને પોતાનું અવ્યાબાધ શિવસુખ પ્રગટે છે. આત્માર્થી વિચારે કે હું જ અવિનાશી બેહદ સુખસ્વરૂપ છું પહેલાં હું જ અજ્ઞાનભાવે રાગ-દ્વેષ, પુણ્ય-પાપનો ભ્રાન્તિપણે કર્તા હતો અને હવે હું પરનો અકર્તા છું; પરના નિમિત્તરહિત જ્ઞાન, દર્શન અને આત્માની રમણતારૂપ ચારિત્રમાં સ્થિત રહી, રાગરહિત જ્ઞાનમાં Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૧] [ ૧૭૫ જ્ઞાનપણે ટકી રહેવું એ જ મારો વ્યવહાર છે અને તે જ મોક્ષમાર્ગ છે, તે જ મારું કર્તવ્ય છે. બીજા કોઈ કહે છે કે અમારું કર્તવ્ય તો દયા, પરોપકાર કરવો તે છે. લોકો પરોપકારી ઘણા કોઈ થઈ ગયા એમ ચૂળ દૃષ્ટિએ (ઉપકાર દૃષ્ટિએ) કહેવાય; પણ સાચી દષ્ટિથી જુઓ તો કોઈ બીજાનો ઉપકાર કરી શકે નહિ; કોઈનું કર્મ કોઈ બીજો આપી શકે નહિ; સામા પ્રાણીના પુણ્ય-પાપના ઉદય વિના નિમિત્ત થઈ શકે નહિ. જ્ઞાતાપણું ભૂલીને માને કે હું પરને સુખી કરું, બીજાની દયા પાળું, બીજાને ઉપકાર કરું અને એમાં પોતાનું હિત માને તો તે દુઃખી થાય છે, પોતાથી પરનું કાંઈ થતું નથી, છતાં હું છું તો તેનું કાર્ય થાય છે એમ માને છે. જોગાનુજોગ થતું દેખાય તો તે પ્રારબ્ધથી થયું છે. જ્યાં લગી કર્તાપણાની, રાગાદિની રુચિ છે, ત્યાં લગી આત્માની ક્ષણેક્ષણે અનંતી હિંસા થાય છે, પોતાનો જ અપરાધ થાય છે તેથી જ્ઞાનનો ઘાત થાય છે. આમા કેવા સ્વરૂપે છે તેનું જેને ભાન નથી, તેમ જ સુવિચારદશા પણ નથી તે બે ઘડી બેસી જાય તેને સામાયિક માને; તેને સુવિચારદશા ક્યાંથી પ્રગટે! આત્મા જેવો છે તેવો યથાર્થ જાણ્યા વિના જડની ક્રિયામાં તે સ્થિર થશે તો જડ જેવો થશે. પાપાનુબંધી પુણ્ય ભોગવીને પછી અનંતકાળ સુધી નરક અને નિગોદના ભવ કરશે. હું આત્મા છું, નિત્ય છું વગેરે છ પદના યથાર્થ વિવેક સહિત સુવિચારદશાથી આત્માનું જ્ઞાન થાય તેને આત્મજ્ઞાન દ્વારા મોહનો ક્ષય થાય. અહીં તો જ્ઞાનબળનો મહિમા આવ્યો. “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ” એવું એક સૂત્ર છે, તેમાં અરૂપી જ્ઞાતાપણાની રાગરહિત જ્ઞાનક્રિયા (જ્ઞાનની ક્રિયા) આવી, પણ આટલાં શાસ્ત્રોનું જાણપણું કરવું, આટલી દેહાદિ જડની ક્રિયા કરવી કે આટલાં પુણ્યાદિ કરવાં એવું કાંઈ ન આવ્યું. આત્માનો ગુણ જ્ઞાન છે, તેથી જ્ઞાન વિના બીજું કાંઈ આત્મા કરે એમ માનવું તે મિથ્યાદર્શન શલ્ય છે. જ્ઞાનની ક્રિયા વડે જ્ઞાનમાં ઠરે એટલે રાગ-દ્વેષ નહિ થાય; એટલે કે રાગ-દ્વેષથી થતી, અજ્ઞાનરૂપ ક્રિયા સહેજે અટકી જશે. યથાર્થ જ્ઞાનવડે સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી દર્શન મોહકર્મનો ક્ષય થાય છે. મિથ્યાદર્શન એટલે ખોટી માન્યતા, નિજસ્વરૂપમાં ભ્રાન્તિ. તેનો ક્ષય થતાં અને ચારિત્રદશા-વીતરાગતાનું ઘોલન વધતાં સમસ્ત રાગ-દ્વેષનો નાશ કરીને જીવ મોક્ષપદને પામે છે. અહીં તો તીવ્ર જ્ઞાનદશા વડે મોહક્ષયની વાત કરી છે, એટલે મુખ્યપણે એક-બે ભવે મોક્ષપદની પ્રાપ્તિ કહી છે. સ્વચ્છંદ એટલે સ્વરૂપની અસાવધાની; ભ્રાન્તિની છેદનદશા તે સુવિચારદશા, તેનું ફળ જ્ઞાનદશા છે. ચારિત્રથી વિષય-કષાય વાસનાનું છેદન એ વીતરાગદશા છે. એ વડે આત્માની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્રદશા-મોક્ષપદની પ્રાપ્તિ થાય છે, તેનું કારણ શુદ્ધ આત્મસ્વરૂપ એવું નિજપદ છે, તેની યથાર્થ વિચારણાને સુવિચારણા અહીં કહી છે. પુણ્યથી કે દેહની ક્રિયાની આત્માનો ગુણ પ્રગટે એમ અહીં નથી કહ્યું. ૪૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૬ ] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા હવે સુવિચારણા પ્રગટે તે માટે આત્માનાં છ પદ ગુરુ-શિષ્યના સંવાદરૂપે આ શાસ્ત્રમાં કહેવામાં આવ્યાં છે એમ કહે છે : ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુ-શિષ્ય સંવાદથી, ભાખું ષદ આંહી. ૪૨ આ છ પદનો યથાર્થ વિચાર સમજાયે ત્રિકાળ અવિરોધ મોક્ષમાર્ગ સમજાય છે, પાત્રતા વિના અને તત્ત્વ પામવાની તૈયારી વિના પોતાના છેદે જ્ઞાનીના ન્યાયો સમજાય નહિ, પણ શ્રી સદ્ગુરુના આશ્રય વડે અને પોતાની પાત્રતા વડે વિચાર કરે તો સમ્યગ્દર્શન શું, લોકોમાં ધર્મના નામે ઘણા મતભેદો છે તેનું કારણ શું, આત્માનો લોકોત્તરમાર્ગ શું વગેરે સમજાય. સુવિચારદશાથી સતત વિચાર કરે તો ત્રણે લોક અને ત્રણે કાળના બધા ન્યાય જેમ છે તેમ સમજાય. મુમુક્ષુને મૂંઝવણ ન થાય. અવિકારી શાન્ત, પરના નિમિત્ત વિનાની સહજ જ્ઞાતાશક્તિ તે હું અને પ્રકૃતિના નિમિત્તે થતું બીજું બધુંએ પર છે એમ સ્વતત્ત્વને તથા પરતત્ત્વને જેમ છે તેમ તે જાણે. અનેક વેષ, વાડાના મતાગ્રહ તેને ટળી જાય છે, ખોટી માન્યતા ટળી જાય છે. સભ્યશ્રદ્ધા અને મિથ્યાશ્રદ્ધાના વિચાર, સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનના વિચાર, સમ્યકચારિત્ર અને મિથ્યાચારિત્રના વિચાર યથાર્થપણે તે કરે છે. દયા, પુણ્ય, દેહાદિની ક્રિયારૂપ બાહ્ય જડજનિત વ્યવહાર એ બધાનો ભેદજ્ઞાન સહિત વિચાર પોતાની નિર્મળતા માટે કરે છે, હવે આ વિચારણાના આશ્રયે સમ્યગ્દર્શન, જ્ઞાન અને સમ્યજ્ઞાનમાં સ્થિર થવારૂપ જ્ઞાનની રમણતારૂપ ચારિત્રમય મોક્ષમાર્ગ સમજાય છે. તે અહીં ગુરુ-શિષ્યના સંવાદરૂપે કહેવાશે. શિષ્ય આત્માર્થી છે, તે શ્રીગુરુને લક્ષે વર્તવાનો કામી છે. શિષ્ય પોતે ક્યાં અટક્યો છે તે શ્રીગુરુ સમજે છે. સાચા હિતનો કામી સુવિનિત શિષ્ય, ગુરુ પાસે તત્ત્વ સમજવા આવ્યો, તે સમજ્યા વિના પાછો જવાનો નથી. તત્ત્વને પામવાની તૈયારીવાળા લાયક પ્રાણી જ ગુરુ પાસે આવે છે. પરદેશી રાજા અને કેશી ભગવાનનો સંવાદ આવે છે તેમાં પરદેશી રાજા સાચો જિજ્ઞાસુ છે, ખોટાની પકડ રાખવા માગતો નથી, તેથી બરાબર ઘડ બેસાડવા માટે આશંકા કરીને પૂછે છે અને કહે છે કે તમે કહો છો તે વાત સાચી લાગે છે; પણ તે શી રીતે છે તે સમજાવો. કેશી મહારાજ ચાર જ્ઞાનના ઘણી હતા અને પરદેશી રાજા આત્માને માનતો ન હતો. આત્માને જાણવા ઘણા પ્રશ્નો જિજ્ઞાસાથી તેણે પૂછયા હતા. આ રાજા પરદેશીમાંથી સ્વદેશી થવા ગુરુસન્મુખ આવ્યો છે. પ્રથમ કહે છે કે હું ખરેખર કહું છું કે અમે અમારી ત્રણ પેઢીથી માનીએ છીએ કે આત્મા નથી, માટે અમારી માન્યતા અમને સાચી લાગે છે; તે ખોટી હોય તો સમજાવો. શ્રી કેશી સ્વામી કહે છે, કે તું લોહવાણિયા જેવો મૂર્ખ છે રાજાએ પૂછયું કે હે પ્રભુ! એ લોહવાણિયો કેવો હતો તે કહો, એટલે હું મારી મૂર્ખાઈ ઉપર વિચાર કરીશ કેશી સ્વામીએ કહ્યું કે હે રાજન્ ! કેટલાક વણિકો જંગલમાં જતા હતા. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૩] [ ૧૭૭ પ્રથમ લોઢાની ખાણ આવી. લોઢું તૈયાર અને સારું લાગ્યું. સૌએ ગાંસડી બાંધી ને આગળ ચાલ્યા. આગળ વધતાં ચાંદીની ખાણ આવી. કેટલાકે વિચાર્યું કે લોઢું ફેંકી દઈએ. તેઓએ લોઢું તજીને ચાંદીની ગાંસડીઓ બાંધી; પણ લોહવાણિયો કહે અમને લોઢામાં ઠીક લાગે છે. અમારું ધાર્યું ફળ આમાંથી જ મળશે. વળી તેઓ આગળ ચાલ્યા, ત્યાં સોનાની ખાણ આવી; ચતુર વાણિયાઓએ ચાંદી છોડી નાખી અને સોનું લીધું. લોઢાવાળાને લોઢું છોડવા ઘણું કહ્યું પણ તેણે માન્યું નહિ, તે કહે કે અમે તો મજબુત ગાંસડી બાંધી છે માટે અમારે છોડવી નથી. વળી આગળ જતાં હીરા-માણેક-ઝવેરાતની ખાણ આવી એટલે તેઓએ સોનું ફેંકીને ઝવેરાતની ગાંસડીઓ બાંધી લીધી. લોહવાણિયાને તેઓએ ઘણું કહ્યું પણ તે કહે કે અમારે તો ગાંસડી છોડવી જ નથી. તેઓએ હીરા બાંધ્યા, પેલાએ લોઢું રાખી મૂકયું. હીરાવાળાએ હીરા વેચ્યાં એટલે ક્રોડ ક્રોડ રૂપીઆ ઊપજ્યા; તેમાંથી બંગલા બંધાવ્યા, ત્યારે પેલા લોખંડની પકડવાળાને માત્ર લોઢાનું મૂલ્ય બે ટંકના રોટલા મળ્યા. તે જોઈને લોઠવાણિયાને ઘણો પસ્તાવો થયો, પણ હવે શું થાય? એટલે જેમાં નુકશાન થાય અને મોટો લાભ ટળે એવી ખોટી માન્યતાને નહિ છોડનાર જેવો જો તું પણ થઈશ અને આ તત્ત્વ સમજીશ નહિ તો પછી લોહવાણિયાની જેમ તને પણ ઓરતો થશે. રાજા કહે કે મારે લોહવાણિયા જેવું થવું નથી, સાચું જેમ હોય તેમ સમજવું છે. પછી પુનર્જન્મ આદિ વિષે પણ શંકા-સમાધાન કર્યું, પછી ઘણા પ્રશ્નો થયા તેનું સમાધાન થતાં તે આત્મસ્વરૂપ સમજ્યો. પરદેશી રાજાએ તીવ્ર જિજ્ઞાસા દેખાડી ત્યારે શ્રીગુરુએ જાણ્યું કે આ જીવ ખોટું છોડીને સાચું તત્ત્વ પામવાની જિજ્ઞાસુ છે, તેથી તેને સમજણ આપી; પણ જેને ખોટાની પકડ છોડવી નથી તેને કોઈ સદ્ગુરુ પરાણે સાચું સમજાવી શકે નહિ. જેને ખોટાનો આગ્રહ શીધ્ર છોડીને સાચું તત્ત્વ ગ્રહણ કરવાની સરલતા છે, તેવા જિજ્ઞાસુઓએ આ ગુરુ-શિષ્યસંવાદ બરાબર સમજવો. સમીપ મુક્તિગામી ભવ્ય લાયક જીવો જ આત્મતત્ત્વ અવિરોધપણે સમજી લેશે. અહીં ત્રણ અધિકાર પૂરા થયા. એવા અગિયાર અધિકારથી આત્મસિદ્ધિ પૂરી થશે. ૪૨. આ છે બોલની વિચારણા ઊપચે, પોતાની પાત્રતાથી જીવ જેમ છે તેમ તત્ત્વને સમજે છે અને તે શુદ્ધ આત્માને પામે છે. તે છ પદ હવે કહે છે કે : ષદ નામ-કથન આત્મા છે,” “તે નિત્ય છે, ” “છે કર્તા નિજકર્મ;” છે ભોક્તા” વળી “મોક્ષ છે, ” “મોક્ષ ઉપાય સુધર્મ.' ૪૩. સંમતિતર્કમાં સિદ્ધસેન દિવાકરે ઉપર કહેલાં છ પદની ગાથા બે પ્રકારે હુકારે-નકારમાં જણાવેલ છે, આ ન્યાય સમજવાથી તત્ત્વના જિજ્ઞાસુઓની બધી મૂંઝવણ ટળી જાય તેવું છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સરલપણે ન્યાયથી ગુજરાતી ભાષામાં આવી રીતે બીજે ક્યાંય કથન નથી. શ્રીમદ્ રાજચન્દ્ર બધા વિરોધ ટાળીને આત્માને સ્પષ્ટ બતાવ્યો છે. તત્ત્વની તૈયારીવાળા જે સરલ જિજ્ઞાસુ હશે તે સમજી લેશે. પ્રથમ પદ “આત્મા છે,” બીજું પદ “તે નિત્ય છે,” એમ નક્કી કરાવે છે; “છે” તે સત્ છે. સપણે ટકનારો જ્ઞાનપણે જ પરિણમે છે. ૫ર નિમિત્તની સહાય વિનાનો ત્રિકાળ જ્ઞાનપણે જ્ઞાતા સ્વતંત્ર છે. ઘણા જીવો આત્માને સ્વતંત્ર નિત્ય તત્ત્વ માનતા નથી, પણ નાશવંત માને છે. વળી કોઈ આત્માને એકાન્ત નિત્ય કૂટસ્થ માને છે. પણ તેમ માનવામાં ઘણા વિરોધ આવે છે, તે વિષે આગળ કહેશે. આત્મા છે તે પરપણે નથી, અવિનાશી જ્ઞાનપિંડ છે, છે તે સ્વતઃસિદ્ધ છે. હોય તેનો કદી પણ નાશ થાય નહિ. જે વસ્તુ ન હોય તે કદી નવીન ઉત્પન્ન થાય નહિ. જેને પોતાનું નિત્યત્વ ભાસે છે તેને ક્ષણિક સંસાર દેહાદિનો મોહ ક્ષય થઈ જાય છે. પર પદાર્થને ક્ષણિક માન્યા પછી તે અનિત્યના સંયોગથી સુખ થાય-એવું અજ્ઞાન, એવી માન્યતા કે તેમાં મોહ પામવાની બુદ્ધિ થાય નહિ . ઘણા માને છે કે કંઈ સેવા કરીએ, બધાના શરીર સારા રહે, સંસાર સારો રહે, એવી વ્યવસ્થા અમે કરીએ; પણ એમ અનિત્યને રાખી દેવાનું કર્તાપણું માનવું તે અજ્ઞાનભાવ છે; કારણ કે બધા સંસારી જીવોના દેહ કર્મપ્રારબ્ધના કારણે સારા કે ખરાબ થાય છે. તેમને બીજા કોઈ વડે કર્મફળ ઊપજતું નથી. સાર સુખનો ઉપાય આત્માની ઓળખાણમાં છે, સુખ બાહ્ય પદાર્થમાં નથી. શ્રીમદ્ કહે છે કે આ છ બોલની સુવિચારણા પ્રગટે તેને ભલી વિચારણા કહેવાય. આત્માની વાત યથાર્થપણે સમયે દુઃખમાત્રની કલ્પના ઊભી નહિ રહે. જગતનું કર્યું કોઈનાથી થયું નથી; અનંત જ્ઞાનીઓ પોતાના આત્માનું સાચું હિત કરી ગયા છે. જરા આગળ વધો તો ખબર પડશે કે ત્રણલોક, ત્રણ કાળનો પાર સમ્યજ્ઞાન વડે પામી શકાય છે. જ્ઞાન તે બધી મૂંઝવણ ટાળવાનો ઉપાય છે. ત્રીજું પદ “આત્મા કર્તા છે,” એટલે કે કર્મ તો અનિત્ય છે, જડ છે અને આત્મા અરૂપી જ્ઞાન છે, ચૈતન્ય છે. પ્રકૃતિ જડ, રૂપી, મૂર્તિક પદાર્થ છે તે સ્વતંત્ર; છૂટાં અનંત પરમાણુઓ છે, તે પણ ત્રિકાળ સત્ છે. તે જડ-પુદ્ગલ અને અરૂપી આત્માનો સંયોગસંબંધ પ્રવાહરૂપે અનાદિથી છે. તે જડ કર્મો રાગ-દ્વેષનું નિમિત્ત પામીને નવા આવરણરૂપે એકક્ષેત્રે બંધાય છે; તે ક્ષેત્રે રહેલાં જુનાં કર્મો ક્રમે ક્રમે ખરે છે અને નવાં બંધાયાં કરે છે. જ્યાં લગી જીવ અજ્ઞાનદશામાં છે, ત્યાં લગી નવાં કર્મબંધન થયાં કરે છે. એ કર્મનો કર્તા જીવને કહેવો તે ઉપચારષ્ટિથીઘીના ઘડાની જેમ છે, બાકી સાચી દૃષ્ટિથી જડ-પુદ્ગલની ક્રિયાને આત્મા કરતો નથી, પણ જીવ અજ્ઞાનદશામાં જુનાં કર્મના ઉદયની સાથે જોડાઈ રાગ-દ્વેષ કરે ત્યારે તે રાગ-દ્વેષના નિમિત્તે નવાં કર્મ એકક્ષેત્રે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૩] [ ૧૭૯ આવે છે; તે દ્રવ્યકર્મ પોતાના કારણે સ્વયં આવે છે, ચેતન તેનો કર્તા નથી. કર્મ એટલે ક્રિયા-કર્તવ્ય. ચૈતન્યની ક્રિયા ત્રિકાળ જ્ઞાનપણે રહેવું તે જ છે, એટલે આત્મા જ્ઞાનનો જ કર્તા છે. તે કાં તો રાગદ્વેષરૂપ કુજ્ઞાનનો કર્તા થાય અથવા સમ્યજ્ઞાનનો કર્તા થાય, પણ જડની ક્રિયાનો કર્તા નથી; છતાં વ્યવહારથી એક ક્ષેત્રના સંયોગના કારણે કર્તાપણાનો ઉપચાર કરવાથી જીવ કર્તા કહેવાય છે. આત્મા કયા કર્તવ્યનો કર્તા છે અને કઈ દૃષ્ટિથી પરનો કર્તા (માત્ર અસત્ ઉપચારથી) કહેવાય છે, તે ત્રીજા પદમાં આગળ ન્યાય પૂર્વક, યુક્તિસહિત આવશે. કોઈ પ્રશ્ન કરે કે શાસ્ત્રમાં વ્યવહારથી જીવને જડ કર્મનો કર્તા કેમ કહ્યો છે? તો તેનું કારણ એ છે કે જ્યાં સુધી જીવ રાગ દ્વેષ કરે છે ત્યાં સુધી કર્મબંધન થયા જ કરે છે. કોઈ એકાન્ત નિશ્ચયાભાસી શુષ્કજ્ઞાની થઈ કહે કે હું જડનો અને રાગનો કર્તા નથી, કેમ કે રાગ દ્વેષ જ્ઞાનમાં નથી.- એમ અજ્ઞાનસહિત પુરુષાર્થહીન વાકયો બોલે તેને જ્ઞાની કહે છે કે રાગ-દ્વેષ અને કર્મબંધન તારાથી જ થાય છે; અને ક્રિયાકાંડી જડભાવવાળાને સાચી દૃષ્ટિથી યથાર્થ જ્ઞાન સમજાવે છે કે આત્મા ત્રણે કાળમાં જડનો કર્તા નથી, માત્ર પોતાની જ્ઞાનક્રિયા જ કરે છે. જીવતત્ત્વને રાગનો કર્તા માનવો એ જ અજ્ઞાન છે. એમ બેઉ અપેક્ષાથી શાસ્ત્રમાં કહ્યું છે. આ છ પદમાં ઘણા નિકાલ છે. સર્વ પરદ્રવ્યોથી તથા રાગાદિથી જુદો ચૈતન્ય કેવા હોય? કોનો કર્તા છે? કેવી વિધિએ મોક્ષદશા પ્રાપ્ત થાય? આત્મા ( જ્ઞાન વડે) જ્ઞાનમાં જ સમજણની ક્રિયા કરે છે. આવી સ્વાધીન કર્તાની સુવિચારદશા પ્રગટે તો સમ્યગ્બોધ પોતાના પુરુષાર્થથી પ્રગટે અને મિથ્યાદર્શન-ભ્રાન્તિનો નાશ થાય. આત્મા ત્રણે કાળ પરનો અકર્તા છે એટલે “છે કર્તા નિજ કર્મનો” એમાં કર્તા હું અને કર્મ પણ હું કર્તાનું ઇષ્ટ તે કર્મ. આ ત્રીજા પદમાં જ્ઞાનીનું ઇષ્ટ શું અને અજ્ઞાનીનું ઇષ્ટ શું, તે જણાવશે. ઘણા કહે છે કે અમારી આ ફરજ છે, કાંઈક કરીએ તો પામીએ, એમ અનાદિથી પરભાવની મીઠાશ છે. પુણ્ય કરું તો તેના નિમિત્તથી મને ગુણ થશે, એ જડ ભાવની પકડ અજ્ઞાનીમાં પેસી ગઈ છે. અજ્ઞાનપણે નિમિત્તના સંયોગ ઉપર વહાલપ હોવાથી જ્ઞાનનું વિકૃત સ્વરૂપ થાય છે. તેને પરાધીનપણું, ઔપાધિકપણું વહાલું લાગે છે; તેને તે ઉપાદેય માને છે; તેમાં તેને ઇષ્ટબુદ્ધિ થઈ છે; એટલે પરમાં મમત્વબુદ્ધિ-ઇષ્ટ-અનિષ્ટપણું ઉપજાવે છે અને સત પ્રત્યે અનાદર ઉપજાવે છે; તેને ભવનો ભાવ છે. જેને સંસારદશા જોઈતી નથી, પણ માત્ર પોતાનું ઇષ્ટ અવ્યાબાધ સુખ જ જોઈએ છે તે નિર્મળ નિર્દોષ જ્ઞાનક્રિયા જ કરે છે અને જ્ઞાતાદૃષ્ટાપણે જ્ઞાનમાં જ રહે છે. જેને જે વહાલું કાર્ય હોય તે એક ક્ષણ પણ કર્યા વિના ન રહે. મુમુક્ષુ પોતાના જ્ઞાનસ્વરૂપની રક્ષા કરે છે. પરનું કર્યું થતું નથી એમ તે માને છે, પણ જેને અજ્ઞાનતા-મૂઢતાની વહાલપ છે તે પરવસ્તુમાં રાગાદિ કષાય કરી રહ્યો છે. આત્મજ્ઞાનથી અજાણ જીવો નિત્ય અજ્ઞાન જ કરે છે અને જ્ઞાની નિત્ય જ્ઞાન જ કરે છે. પરનું કોઈ કાંઈ કરી શકે નહિ. અત્રે આત્મતત્ત્વ વિષે જે યથાર્થ ન્યાય કહેવાય છે તે મનની ધારણાથી કે પંડિતાઈ કરવા માટે કહેવામાં આવતો નથી; પણ યથાર્થ તત્વની સમજણ કરવા માટે છે. તત્ત્વની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #206 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૦] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સાચી વાત જ્યાં, ત્યાં કાને પડતી નથી, માટે પોતાની જાતે પક્ષપાત રહિત જીવે મનન કરવાનું છે કે આત્માનું સ્વરૂપ શું છે? પોતાની સ્વ-અપેક્ષિત દૃષ્ટિએ પોતાનું કર્તવ્ય શું? અને પોતાને ભૂલવારૂપ રાગ-દ્વેષ અને મિથ્યા અભિપ્રાય તે શું? તે માટે સત્ય અને અસત્ય બેઉને જાણવા પડશે. ભૂલ છે તેને ટાળવાનો પુરુષાર્થ કરવો પડશે. કોઈ કહે છે કે આત્મા અકર્તા છે, ત્રણે કાળ શુદ્ધ જ છે, માત્ર ભ્રાન્તિ હતી, માટે આપણે કાંઈ કરવાનું રહેતું નથી. આવી રીતે નીચલી ભૂમિકા પણ પામ્યા વિના એકાંત શુદ્ધ માને તો પુરુષાર્થ કરવાપણું રહે નહિ. જે કોઈ પુરુષાર્થ રહિત નિશ્ચયવાક્ય બોલે છે, તે સંસાર વધારે છે. વર્તમાન અવસ્થામાં મલિનતા છે, તેથી પુરુષાર્થ કરવાનો બાકી છે; તેમ અપેક્ષા સમજ્યા વિના એકાંત લેવું નહિ. આત્મા નિજ ચૈતન્યજ્ઞાનકાર્યનો કર્યા છે, પરનું કાર્ય કરવા કદી સમર્થ નથી; પણ અજ્ઞાનપણે રાગ-દ્વેષ કરે, કલુષિતતા કરે, જ્ઞાનમાં અસ્થિરતા કરે, પરવસ્તુમાં મોહ પામે, તો સંસારમાં રખડવું પડે. કોઈ જીવને અકર્તા માને છે, તેની સામે અહીં કર્તાપણું સ્થાપ્યું છે. ચોથું પદ- “આત્મા ભોક્તા છે.' નિશ્ચયથી પોતાના નિર્મળ જ્ઞાનનો જ ભોક્તા છે, પણ સ્વાધીન કેવળ જ્ઞાતાસ્વભાવથી છૂટીને પરાવલંબી થવાથી, અજ્ઞાનભાવે રાગ-દ્વેષ, સુખ-દુઃખનો ભોક્તા અશુદ્ધ નિશ્ચયનયથી છે. જીવને સ્વનું ભોકતૃત્વ છે. પોતાને જે ઇષ્ટ હોય તે પોતાથી અન્ય ન હોય; તે ત્રિકાળ પોતાને આધીન હોય, તે પોતાથી દૂર ન હોય પણ સહજ હોય, એકરૂપ હોય. જે વસ્તુસ્વરૂપ પોતામાં શક્તિપણે છે તે પ્રાતની પ્રાપ્તિ કરવી તે જ ઇષ્ટપ્રાતિ છે. છ પદની વિચારણા વિષે અહીં કહેવામાં આવે છે - આત્મા છે જેણે સારું કરવું હોય તેણે છે” તેનું સારું કરવું છે કે જે “નથી” તેનું? જે પોતાનું હોય તેનું જ પોતે કરી શકે છે, તો સારું કરવું છે કોનું? અને તેનો ઉપાય શું? તેનાં શંકા-સમાધાન પૂર્વક જીવ યથાર્થ વિચાર અને નિર્ણય કરે તો સારું પ્રમાણ સમજી શકે. જગતના લોકો ઔવિક રીતે અંધશ્રદ્ધાથી હા પાડે છે કે આત્મા છે, કારણ કે સર્વજ્ઞ ભગવાન કહી ગયા છે; પણ તે કેવો છે, કેવડો છે, તેની ખબર તો તેમને હોતી નથી; તેથી તેમની હા સાચી હા નથી. જેને યથાર્થ સમજવા માટે ખરી જિજ્ઞાસા થાય છે તે સમજી શકે છે. પરદેશી રાજાનો અધિકાર આવે છે. તેમાં આવી રીતે શંકા કરે છે કે હે પ્રભુ! અમે ત્રણ પેઢીથી આત્મા નથી એમ માનતા આવ્યા છીએ, તો આત્મા કેવી રીતે છે તે બતાવો. ત્યાં સમજવાની જિજ્ઞાસા છે. વળી કમેક્રમે એકાગ્રતાથી અનેક પ્રશ્નો એવી રીતે પૂછયા કે રાજા પરદેશી હતો તે સ્વદેશી થઈ સાચા સુખની પ્રાપ્તિમાં ઉદ્યમવંત થયો; તે હવે ફકત એક ભવ કરીને મોક્ષ જશે. પ્રશ્ન કરનારે પ્રથમથી જ તૈયારી કરી રાખી હોય છે કે હું કયા કારણોથી શંકા કરું છું અને તેની દલીલોમાં મારે શું કહેવું છે. પછી પોતાનાં કારણોની જ્ઞાનીનાં કારણો સાથે સરખામણી કરે છે અને પોતાની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #207 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૮૧ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૩] સ્વતંત્ર વિચારણાથી, મધ્યસ્થપણે નિર્ણય કરે છે. વળી ઉત્તર આપનાર પુરુષ પ્રમાણિક છે એમ જુએ છે. તેનાં કારણોમાં પોતાના પ્રશ્નોનો વિરોધ ટકી શકતો નથી એવી રીતે વિરોધ ટાળીને સમજાવે છે. એ જ્ઞાનીનું જ્ઞાનબળ છે; છતાં જ્ઞાની કોઈને પરાણે સમજાવી શકતા નથી. હું ત્રિકાળ છું” એવું જીવને નક્કી થાય તો પોતાને શું કરવું તે સમજાય; એટલા માટે જ આ છ પદની વિચારણા અહીં કહી છે; યથાર્થ સત્ય અને અસત્ય શું, એ જાણવા-વિચારવા માટે આ મુમુક્ષુની વિચારણા કહી છે; તેમાં પ્રથમ આત્મા છે અને તે નિત્ય છે, એમ નક્કી થયા પછી, હું કર્તા પોતાનું કાર્ય કરી શકું છું, પણ પરનું કાર્ય નથી કરી શકતો તે નિર્ણય થાય; પણ સ્વપરની જુદાઈને જ જાણી શકતો ન હોય તે સારું કરવા માગે તોપણ શી રીતે કરી શકે? માટે તેની માન્યતા મિથ્યા છે. તેથી તે ભૂલ ટાળવા આ વિચારણા કહી છે. પોતે કઈ રીતે ઊંધું કરી શકે અને કઈ રીતે સુવળું કરી શકે તેનો નિર્ણય પોતાનાથી થયો નથી, માટે સદ્ગુરુ સમીપે જઈને પ્રશ્નોથી સાચા ન્યાયનો નિર્ણય કરે છે. જીવોએ પોતાના પક્ષથી પોતાનું વિપરીતપણું વિચાર્યું છે, કારણ કે મારી જાત શું અને હું શું કરી શકું અને શું ન કરી શકું તેની ખબર જ નથી. જીવ સાચી સમજણ ન કરે તો શું કરે? રખડવાનું કરે. અજ્ઞાનથી જે કાર્ય માન્યું છે તે સંસારનું કારણ થાય છે. જેને સાચું જાણવું છે અને સારું કરવું છે, એટલે કે જે સુખનું કાર્ય કરવા માગે છે પણ થતું નથી તેને સાચું સમજાયું નથી; માટે તેણે સત્ય સમજવું. કર્તાપણાનો વિચાર કર્યા પછી ભોક્તાપણાનો વિચાર કરવાનો રહે છે. “છે ભોક્તા” સારું કરવા માગે પણ સારું ભોગવી શકતો ન હોય તો તેનું કર્યું તો મફતમાં જાય છે, માટે કર્તા પછી ભોક્તાપણું કહ્યું છે. પોતાને જો આશંકા થાય તો સાચું સમજવા માટે આગળ વિચારણા થાય અને સમજાય કે કર્તાનું ઇષ્ટ તે કર્મ એટલે કાર્ય. જે કાર્યનો કર્તા થાય તે જ ભોક્તા થઈ શકે. સજાતિપણે કારણ હોય ત્યાં સ્વજાતિ કાર્યનું ભોક્તાપણું પ્રગટે. અનુભવપણે આનંદનું ભોક્તાપણું તે જ સ્વઈષ્ટ છે, પણ અનંતકાળથી જીવ અજ્ઞાનપણે સુખ-દુઃખની કલ્પનાનો ભોક્તા હતો. પોતાના સ્વરૂપના અજાણપણે પરનો ભોક્તા છું એમ માનતો હતો. એવો વિચાર જ્યારે આવ્યો ત્યારે યથાર્થ વસ્તુનો વિચાર કરતાં સમજાય છે કે હું સમજણના અભાવે-અજ્ઞાનભાવે રાગ-દ્વેષરૂપ અજ્ઞાનનો કર્તા અને સુખ-દુઃખનો ભોક્તા થયો. સમ્યગ્દષ્ટિ-જ્ઞાની રાગ દ્વેષનો કર્તા નથી, માત્ર જ્ઞાતા છે; પરભાવ અને પરવસ્તુનો કર્તા નથી; પુણ્ય-પાપ, રાગ-દ્વેષનો પરમાર્થે કર્તા નથી એટલે પરનો ભોક્તા પણ નથી. કોઈ માને છે કે મોક્ષમાં ગયા પછી સ્વાધીન પોતાનું અસ્તિત્વ નથી, પરથી જુદાપણું નથી, બધા આત્મા એક થઈ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #208 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જાય છે; એવી અનેક ખોટી માન્યતાનું આ છ પદમાં નિરાકરણ થઈ જાય છે. છ પદના પત્રમાં પણ આ ખુલાસો છે. પાંચમું પદ-આત્માથી પૂર્ણ પવિત્ર દશા તે મોક્ષ છે. જીવ પરાધીનતા અને આવરણથી પૂર્ણપણે મુક્ત થઈ શકે છે કે કેમ? એના જવાબમાં કહ્યું છે કે જો સર્વથા મુક્તપણું ન હોય તો પુરુષાર્થ કરીને કોઈ મુક્ત થઈ શકે નહિ, અને પુરુષાર્થ કરવાનું નિષ્ફળ થાય. કેટલાક માને છે કે આત્મા આવરણથી છૂટી શકતો નથી. એની સામે જવાબ છે કે મોક્ષ છે. આગળ યુક્તિથી સમજનાર શિષ્યના પ્રશ્નો આવશે કે જગતમાં ઘણા મતવાળા કહે છે કે મોક્ષ છે, તો અમારે ક્યો મત સાચો માનવો? એમ થોડા પ્રશ્નમાં ઘણું સમજી લેવાની પાત્રતાવાળા જિજ્ઞાસુ શિષ્યને, ગુરુ પણ સ્પષ્ટ ન્યાય-પ્રમાણથી આત્માનું યથાર્થ સ્વરૂપ અનેક પ્રકારે સમજાવે છે, કારણ કે શિષ્ય સત્ની સન્મુખ થયો છે, પણ ઊંધું માનનાર કહે છે કે તમે આમ કહો છો અને બીજા આમ કહે છે; કાંઈ સમજાતું નથી. પોતાને સાચું સમજવાની શક્તિ નથી, માટે વચ્ચે બીજું નાખે છે, તેવા જીવોએ કદી એક પાસે હા પાડી તો બીજા પાસે પણ હા જ કહેશે; કારણ કે સાચા-ખોટા ન્યાયની તેને સમજ નથી તેઓને સન્ની કાંઈ પડી નથી. સંસારના વ્યવહારનો પ્રસંગ હોય તો બરાબર સમજી લે. સાચા સુખની જાતની જેને ખબર નથી તેને પ્રશ્ન પૂછતાં ન આવડે, તેમ જ આ વાત શા આશયથી આવે છે તે સમજી પણ ન શકે. તેને જે કોઈ ધર્મોપદેશક મળે તેને કહે કે “સત્ય વચન!” કારણ કે તેઓ ઉપર બેઠા છે, ત્યાગી દેખાય છે, માટે આપણાથી અધિક છે; તેથી આપણે તેનું કહેવું માનવું ઝીણી વાતમાં આપણને કાંઈ સમજાય નહિ, કંઈ પુણ્યનીભક્તિની વાત આવતી હોય તો ઠીક, એમ પોતાને જ્યાં રુચે ત્યાં લક્ષ કરે, પણ હિત શું છે તે જાણવા ન માગે. પોતાને રૂપિયા વ્યાજે મૂકવા હોય તો પરિક્ષા કરે કે આ ઠેકાણે વ્યાજે મૂકવામાં રૂપિયાની સલામતી છે. રૂપિયા તો ક્ષણિક વસ્તુ છે; પણ અનંતકાળમાં નહિ સમજાયેલું અપૂર્વ તત્ત્વ સમજવાનાં ઉત્તમ અને મોંઘેરા ટાણાં આવે ત્યાં જે રુચિ ન કરે, સાચું સમજવાનો પ્રયત્ન ન કરે, તેને મોક્ષસ્વભાવ ગોઠતો નથી, પણ ભવભ્રમણ ગોઠે છે. પાંચમું પદ “મોક્ષ છે' એમ કહ્યું. છઠું પદ-મોક્ષનો ઉપાય પણ છે. જીવોને અનંતકાળથી મોક્ષનો ઉપાય સમજાયો નથી, કેમકે પરમાર્થભૂત વ્યવહાર કોને કહેવો અને અપરમાર્થભૂત એટલે સંસારમાં રખડાવનારનિમિત્તાશ્રિત વ્યવહાર કોને કહેવો, ગ્રહણ કરવા યોગ્ય શું અને ત્યાગ કરવા યોગ્ય શું, તેની કોઈ ખબર તેમને નથી. નામમાત્ર ધર્મને માને છે અને કહે છે કે ચાલો ધર્મ કરીએ, આપણે તો સારું કરવું છે. પણ જ્ઞાની પુરુષોએ મોક્ષનો ઉપાય તો સુધર્મ કહ્યો છે. હવે સુધર્મ અને કુધર્મ શું છે તેની ખબર ન પડે, શુભરાગ-શુભજોગને સંવર, નિર્જરા અને ધર્મ માને, મોક્ષમાર્ગ માને; મોક્ષના ઉપાયની માન્યતામાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #209 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૮૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૩] તેની ભૂલ છે. જવું હોય ઉગમણું અને જાય આથમણી દિશા તરફ, તો ધાર્યું ગામ ન આવે. તેમ જડભાવથી, પરાશ્રય સાધનથી ધર્મ માને તે ઊંધી માન્યતા છે. તે છોડયા વિના સાચું આવવાનું નથી. જ્ઞાનીનું અને સર્વજ્ઞ વીતરાગનું એવું કહેવું છે કે આત્માના આનંદસ્વભાવની બેહદ સુખમય પૂર્ણદશા તારામાં છે અને તેની પ્રાપ્તિનો ઉપાય પણ સુધર્મ વડે જ છે. તેની વિધિ તે જાતમાંથીસાચી સમજણથી ઊઘડે છે. આ છ પદથી સમ્યગ્દર્શનરૂપ પરમાર્થ સમજાય છે. કોઈ કહે છે કે આત્મા નથી, તો તેનો ખુલાસો આત્મા છે, એમ છે” નો ન્યાય છે. કોઈ કહે છે કે આત્મા નિત્ય નથી, તેનો ખુલાસો પણ છે. કોઈ કહે આત્મા કર્તા નથી તો તેનો ન્યાય પણ છે. કોઈ મતવાળા કહે છે કે આત્મા કર્તા નથી અને ભોક્તા પણ નથી, તો તેનો ઉત્તર યથાર્થ ન્યાયથી સમજાવે છે કે અમે કઈ દૃષ્ટિથી કર્તા-ભોક્તા માનીએ છીએ. બધા કહે છે કે મોક્ષ અમારા મત મુજબ છે. એમ જગતમાં અનેક પ્રકારની રીતિથી મોક્ષ ઉપાય જણાવે છે; પણ યથાર્થ વિધિ શું અને સાચું સાધ્ય શું, તેનાં કાર્ય અને કારણ જાણ્યા વિના યથાર્થ મોક્ષમાર્ગ અમને છે એમ માને છે તે ભૂલે છે. મોક્ષ બધા કહે છે પણ સમજણમાં વાંધા છે. કોઈ આ પાંચ બોલ સુધીમાં તો માને છે, પણ છઠ્ઠા બોલમાં વાંધા આવે છે. શિષ્ય આગળ કહેશે કે અમારે શું સમજવું, જગતમાં મત ઘણા છે. અમારે સહેલાઈમાં લેવું છે, માટે જો કલ્યાણ થઈ જતું હોય તો એક સ્થાને બેસી જઈએ. તેને કહેશે કે મોક્ષ અને મોક્ષની વિધિ જાણ્યા વિના જડ જેવો થઈ જઈશ. શું એવા યમ, નિયમ, સંયમ, હઠયોગ પૂર્વે અનંતકાળમાં નથી કર્યા? સર્વજ્ઞ વીતરાગી પુરુષોનો આશય સમજો. જેમ તત્ત્વ છે તેમ સમયે, રાગ-દ્વેષ રહિત સ્થિરતા થાય છે. એક ભાઈ કહેતા હતા કે જો કોઈ રીતે મોક્ષ થતો હોય, તો હું ચળ્યા વિના આઠ કલાક બેસી રહું, કારણ કે આપ કહેતા હતા કે અડતાલીસ મિનિટમાં કેવળજ્ઞાન થાય, પણ સર્વજ્ઞ ભગવંતોએ શું કહ્યું છે તે આશય-તે સમજણને પોતાની કર્યા વિના, વગર પુરુષાર્થે આ અપૂર્વ વસ્તુ પ્રાપ્ત થતી હશે? જે વિધિએ અભ્યાસ જોઈએ તે વિધિ વડે તત્ત્વ સમજાય છે. અતીન્દ્રિય બેહદ સુખનો અંશ પણ પૂર્વે અનંતકાળમાં જાણ્યો નથી, તો વર્તમાનમાં તેનો પ્રેમ લાવી, સત્સમાગમ વડે અભ્યાસ કર્યા વિના, તેની જાતની ઓળખાણ કેમ થાય? આત્માની ઉજ્જવળતા દેહની ક્રિયાથી થાય નહિ. આત્માનો ગુણ જ્ઞાનમાત્ર છે, એટલે જ્ઞાન વડે જ્ઞાતાની સમજણ થાય છે; પણ કોઈ સહેલાઈથી માને કે બીજાને પાંચ-દસ વરસ રોટલા દેવાથી, દાન દેવાથી, ગુરુના પગ દાબવાથી, પાંચ-દસ હજાર રૂપીઆનો ધર્માદો કરવાથી, સેવા-ભક્તિ કરવાથી કે દેશની સેવાથી, હજારો જીવો ઉપર ઉપકાર કરવાથી આત્માનું કલ્યાણ થાય તો તેની એ બધી વાત ખોટી છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #210 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા બહારનું કર્યું આમાથી કંઈ થતું નથી, આત્મા માત્ર અજ્ઞાનપણે પરવસ્તુમાં કર્તુત્વભાવ કરી શકે; બાહ્યના કોઈ ઉપાયથી આત્મતત્ત્વ સમજાય નહિ. તે માટે કહ્યું કે “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ' એક આત્માની જ જાતનો ઉપાય સમયે આત્માનો ઉઘાડ થાય. ઘણાં શાસ્ત્રો વાંચીને ઘણી ધારણા કરે અથવા શુભ ક્રિયા કરે પણ તેથી આત્મા સંબંધી ફળ નથી. બીજા ગમે તે ઉપાય કરે તે રખડવાના ઉપાય છે. ઉપાય અને ઉપેય, સાધન અને સાધ્ય, કારણ અને કાર્ય એક જ જાતિમાંથી જોઈશે. તે માટે યથાર્થ સત્સમાગમ વડે આત્માને જાણીને રાગરહિત આત્મામાં ટકી રહેવું તે મોક્ષનો ઉપાય છે. સૌને મોક્ષ જોઈએ છે, કોઈ મોક્ષની વાતમાં ના પાડે તેમ નથી. પણ સંસારથી રૂચિ છોડીને સત્નો આદર કર્યો નથી, તો સત્ની રુચિ વિના કેમ સમજાય? અહીં એમ કહેવાનું છે કે આત્મા છે; છે તે પરપણે નથી, સ્વપણે છે એમ નક્કી કર્યું, પણ કયા ઉપાયથી તેનું પ્રગટ થયું છે, તેનો સખ્યપ્રકારે જેને નિર્ણય થયો નથી તેને જે નિર્ણય કરાવનારા મળ્યા છે, તે ભવ વધે તે જાતના મળ્યા છે. જેમાં બાહ્ય સાધનથી, પુણ્યાદિ નિમિત્તથી આત્માને ગુણ થશે એવો આશય આવતો હોય, ત્યાં બંધભાવ છે, ભવ કરવાના ભાવ છે. અબંધભાવે અબંધ તત્વ ઊઘડે, માટે સાચું સુખસાચું તત્ત્વ સમજવાથી આત્મજ્ઞાન પ્રગટે તે સમજાવવા જ્ઞાનીએ નિર્દોષ માર્ગ કહ્યો છે. ૪૩. આ છ પદ પરમાર્થ સમજાવવા કહ્યાં છે એમ હવે કહે છે : ષસ્થાનક સંક્ષેપમાં, ષદર્શન પણ તેહ; સમજાવવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪ છ પ્રકારે વિચાર કરવાથી, છ દર્શન જે એકેક પક્ષના આધારે ધર્મ માને છે, તેની અપેક્ષા પણ જિનભગવાનના અનેકાંત ધર્મમાં સમાઈ જાય છે. પરમાર્થ સમજવા માટે જ્ઞાની પુરુષોએ છ પદ કહ્યાં છે, તેનું કારણ એ કે બીજા એકાંત પક્ષથી ભૂલ થવા ન પામે. કોઈ આત્માને અકર્તા કહે છે, કોઈ અભોક્તા કહે છે, તો કોઈ મોક્ષ નથી એમ માને છે, કોઈ આત્માને એકાંત નિત્ય માને છે, કોઈ એકાંત અનિત્ય માને છે તેનો વિરોધ ટાળીને, આ છ પ્રકાર સ્યાદ્વાદ કથનથી, સાપેક્ષતાથી જેમ છે તેમ સમજાવે છે; પણ એક પક્ષ ગ્રહણ કરે તે ભૂલે છે. આનંદઘનજી કહે છે કે, છ દર્શનોથી જેનો પક્ષ લઈને બોલું તે તે વખાણે. એક કહે છે કે આત્મા નથી, ત્યારે જ્ઞાની તેની વાત એક અપેક્ષાથી સાચી ઠરાવે છે કે-આત્મા પરવસ્તુપણે નથી, પરપણે નથી, રાગ-દ્વેષ, પુણ્યપાપ, મન-વાણી-દેહની ક્રિયા કરવાપણે નથી. એમ છએ પક્ષને અપેક્ષાથી મંડન કરી, અપેક્ષાઓમાં હકાર-નકાર સમજે તો બધા પ્રશ્નોના ઝઘડા મટી જાય. આત્માને કોઈ એકાંત નિત્ય-કૂટસ્થ માને તો સંસારઅવસ્થા પલટીને મોક્ષઅવસ્થા કરી શકે નહિ; ક્રોધદશા પલટીને ક્ષમા-સમતામય દશાને ધારી શકે નહિ; પુરુષાર્થ થઈ શકે નહિ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #211 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૮૫ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૪] વળી કોઈ એકાંત અનિત્ય માને તો પુરુષાર્થનું ફળ ભોગવી શકે નહિ. એમ તેમના બધા અભિપ્રાયનાં નિરાકરણ આ છ પદમાં આવી જાય છે જગતમાં ઘણાં શાસ્ત્રો ધર્મના બહાને પોતાની કલ્પનાથી રચાયેલાં છે; જગત પણ અનંતકાળ સંસારપણે અજ્ઞાનદશામાં રહેવાનું છે, તેથી ખોટા અભિપ્રાયો સર્વથા ટળી જાય તેમ કદી બનતું નથી. તેથી અનેક માન્યતાની ગેરસમજના વિરોધ ટાળવા માટે આ છ પદની વિચારણા છે. કોઈ કર્તા માનતો હોય તો ભોક્તા ન માનતો હોય, કોઈ એકાંત નિત્ય જ માનતો હોય તો અનિત્ય પર્યાય ન માનતો હોય, કોઈ ઈશ્વર કર્તા માને વગેરે. તે બધાનો નિકાલ આ છ પદ વડે થાય છે. જે જે અભિપ્રાયો વિરોધરૂપ હોય તે બધાનો નિવેડો આ છ પદથી આવે છે. આ છ બોલ જેમ છે તેમ સમજે તો ત્રણ લોક, ત્રણ કાળનાં રહસ્ય સમજાય અને કોઈને પૂછવા જવું ન પડે, પણ સમજ્યા વિના કાંઈ સ્વચ્છેદે જેમ તેમ નિર્ધારીને એકાંત પક્ષના આગ્રહને પકડી બેસે તો સાચું તત્ત્વ સમજાય નહિ. આનંદઘનજીએ છ દર્શનને, ૨૧ મા જિનેશ્વર ભગવાનના દેહના અંગ જણાવીને કહ્યું છે કેઃ ષદર્શન જિન અંગ ભણી જે, ન્યાયષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, પર્દર્શન આરાધે રે.” એકપક્ષી દૃષ્ટિને જો એ પક્ષની અપેક્ષા રાખીને ઘટાવીએ તો અનેકાંત ન્યાયમાં સમાવી શકાય છે, પણ કોઈ પક્ષને જ ગ્રહણ કરે તો તેનો પક્ષ મિથ્યા કરે છે, માટે સાપેક્ષ દૃષ્ટિથી છ પદનો ન્યાય સંક્ષેપમાં, પરમાર્થ સમજાવવાને અર્થે જ્ઞાની પુરુષોએ કહ્યો છે. કોઈ કહે કે જગત ઉપર ઉપકાર કરે તેને અમે જ્ઞાની કહીએ. તો સાચો પરમાર્થ પામવાનું સાચું ઉપકારી ઉત્કૃષ્ટ નિમિત્ત જ્ઞાની છે. જ્ઞાનીએ જગત ઉપર અનંત ઉપકાર કર્યો છે, પણ જગત માટે તે રોકાઈ જતા નથી. જ્ઞાનીનો ભાવ જે સમજે તેને ઉપકાર થાય, પણ સતનો નકાર કરનારા, જગતમાં રખડવાના અભિપ્રાયવાળા અનંત જીવો પડ્યા છે, તેમ જ સનો આદર કરનારા અનંત જ્ઞાનીઓ થઈ ગયા અને મોક્ષે ગયા છે. કોઈ ભાઈ કહે છે કે જ્ઞાનીને આત્માનું જ્ઞાન થયું, પછી જગતના જીવોને સાચો ધર્મ સમજાવવા બે-પાંચ વર્ષ જગતમાં વધારે રોકાય તો તેમાં તેમને શું વાંધો છે? વળી દુઃખી જીવોનો અનાદર કરીને સુખના સ્થાનમાં શા માટે જાય છે? તેનો ઉત્તર એમ છે કે જગતના બધા જીવો સ્વતંત્ર છે; તેનું પરિણમન જ્ઞાનીને આધીન નથી. જગતના જીવો ધર્મ પામે એવા રાગની ઉપાધિ ન હોવાથી તેમને રોકાવું પડતું નથી. માટે જેને બેહદ સુખસ્વરૂપ એવા પ્રત્યક્ષ સર્વજ્ઞ-વીતરાગ ભગવાન પાસે જવું હોય તેણે પોતાની જાતની તૈયારી કરવી પડશે. વર્તમાનમાં આ ક્ષેત્રે તો એક-બે ભવ કરીને મોક્ષે જવાય છે, પણ વર્તમાનમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાંથી મનુષ્યદેહે તે જ ભવે મોક્ષે જવાય છે, ભવિષ્યમાં આ ક્ષેત્રે પણ સર્વજ્ઞ ભગવાન હશે; અને ઘણા જીવો તે જ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #212 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા દેહે આત્મકલ્યાણ સાધી મોક્ષે જશે. ધોક મોક્ષમાર્ગ ચાલશે અને લાખો મનુષ્ય મોક્ષે જશે. સર્વજ્ઞ પરમાત્મા સાક્ષાત્ વર્તમાનમાં પણ વિદેહક્ષેત્રે બિરાજે છે. સર્વજ્ઞપણું છે એ નક્કી કરવા માગે તો સમજાય તેમ છે. આગળ વધીને સમજણથી જુઓ તો બધુંય છે. મોક્ષમાર્ગ ચાલુ જ છે. છ મહિના અને આઠ સમયમાં ૬૦૮ જીવ મોક્ષે જાય અને સૂક્ષ્મનિગોદસ્થાનમાં અનંત જીવરાશિ છે તેમાંથી છ મહિના અને આઠ સમયમાં ૬૦૮ જીવો બહાર આવી બીજા શરીરો ધારણ કરે છે; છતાં અનંતકાળે પણ સંસારમાંથી અનંતમે ભાગે પણ જીવો ઘટવાના નથી. મનુષ્યક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા ૨૯ નવડાની અને જઘન્ય સંખ્યા ૨૯ સાતડાની છે. તેમાંથી છ મહિના અને આઠ સમયમાં ૬૦૮ જીવો મોક્ષ જાય છે. તે જીવો સ્વયં પોતાના પુરુષાર્થથી જ મોક્ષને સાથે છે, છતાં તેમને ઇષ્ટ નિમિત્તનું બહુમાન જરૂર હોય છે. તીર્થકરાદિને માર્ગના દેખાડનાર કહ્યા છે. એવા જીવો કહે છે કે – હે સર્વજ્ઞ ભગવાન ! આપે ધર્મતીર્થ પ્રવર્તાવી મોક્ષમાર્ગ સમજાવ્યો છે; એમ સનું બહુમાન કરે છે, જે જે આત્માઓ સાચી તૈયારી કરે છે તેમને જ્ઞાની ઉપકારી નિમિત્ત કહેવાય છે, પણ તે જ્ઞાનીને ઇચ્છા નથી, તોપણ પૂર્વે બંધાયેલ તીર્થંકરનામકર્મપ્રકૃતિના કારણે તેમની વાણી ધર્મસભામાં દિવ્યધ્વનિરૂપે છૂટે છે ને તત્ત્વને સમજવાની તૈયારીવાળા હજારો જીવો આત્મકલ્યાણ પામે છે. જે સમજે છે તે પામે છે. - અત્રે આ શિષ્ય એવો વિચારવાનું છે કે યથાર્થ શંકા ઉઠાવે છે અને જ્ઞાનીના ભાવવચનનો આશય સમજે છે; ન સમજાય તો ફરી પૂછે છે. લોકોને ઘરબાર, સ્ત્રી, પૂત્ર અને ધન આદિમાંથી નિવૃત્તિ મળે ત્યારે તત્ત્વનો વિચાર આવે ને! આખી જિંદગી સંસારના પ્રયોજન અર્થે કાઢી, પણ ભવનો અભાવ થાય તેનું કાંઈ કર્યું? આ વાત એવી ઢબથી ઉપાડી છે કે સાંભળનારાના ખ્યાલમાં આવે કે આવી શંકા કરનારાઓ પોતાનું ઈષ્ટ કેમ થાય તે માટે વિચારદશામાં કાળ ગાળે, અને તેવા જિજ્ઞાસુ, જે અપૂર્વ કાર્ય અનંતકાળમાં ન થયું તે અલ્પકાળમાં મેળવે. પણ જે લોકો કહે છે કે અમને શંકા થતી નથી, ગમે તેવો મોક્ષ હોય, આપણે કાંઈ જાણવું નથી. તેમને સત્ જિજ્ઞાસા ઊપડી નથી, પ્રશ્ન કરતાંય આવડે નહિ, તેથી પ્રશ્ન પૂછવામાં પણ મૂંઝવણ થાય. જેમ બંધ મકાનમાં કચરો ઘણો પડ્યો હોય છે. તેનાં બારણાં ઊઘડતાં જ અંદર પવન પેસે છે અને પડેલો કચરો ઊડવા લાગે છે, એટલે તેવા ઘરવાળાને બીજાની શરમ લાગે છે કે મેં બારણું ન ઉઘાડયું હોત તો સારું હતું, પણ જો ઝાડુ લઈને વાળીને સાફ કરનાર કોઈ મળે અને તેને ઓળખે કે આનાથી મારો કચરો નીકળે તેમ છે અને કાઢવા માગે તો તેનો કચરો રહે નહિ; પણ મત-મતાંતરના આગ્રહવાળાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #213 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૮૭ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૪] પોતાનાં બારણાં ઉઘાડવા જ ન માગે, અથવા અમારે કાંઈ જાણવું નથી એમ કહી ઉજ્જડ ઘર જેવા અજાણ્યા રહેવા માગે, અને બારણાં ન ઉઘાડે તો તેને પરાણે કોણ સમજાવે? એવા ઘણા હોય છે કે શંકા કરીને સમાધાન કરવા માટે એટલે કે હવા આવવા માટે બારણાં ઉઘાડતાં જ નથી. કારણ કે અમારો કચરો ઊડી જશે અને બીજા દેખી જશે એવો ભય રહે છે; અને કહે કે ગમે ત્યારે સમજાશે; અથવા કહે કે અમને ધર્મની, આત્માની શ્રદ્ધા છે, અમે નિઃશંક છીએ. કોઈ કહે છે કે આટલું બધું ઝીણું જાણવાની કોઈ જરૂર જ નથી, આપણે નિરાંતે ધ્યાનમાં બેસીએ અને નિવૃત્તિમાં રહીએ તો રાગ-દ્વેષ ન થાય. માટે ઘણું જાણવાનું શું કામ? આપણે માન્યું છે તે જ સાચું છે. એવું માનનારા નિઃશંક તો ખરા પણ તે ઊંધા. તેને જ્યારે સાચા તત્ત્વની વાત સાંભળવાનો પ્રસંગ આવે ત્યારે ના પાડી બેસે છે, કારણ કે પોતે જે ગ્રહણ કર્યું છે, માન્યું છે, તેનાથી બીજાં દેખાતાં બારણાં બંધ કરે છે. સર્પનું દૃષ્ટાંત- જેમ કે પોતે સોડ તાણીને સૂતો છે, માથા ઉપર વેંત ઊંચે સર્પ લટકે છે, તે ઊંચો થાય કે તરત જ કરડવાનો છે, છતાં માને છે કે હું નિર્ભય છું; પણ મૃત્યરૂપી કાળ અલ્પકાળમાં તેનું આયુષ્ય પૂરું કરશે. સર્પનું ભાન ન હોય તે નિઃશંક સૂતો ન કહેવાય. જો સર્પને યુક્તિથી-કળથી કાઢે, તો જ મૃત્યુનો ભય ગયો ગણાય. સર્પનો ભય ટાળ્યો, પછી તો પથારી તળે કીડીઓનું કાઢવું તે દુઃખદાયક નથી. તેમ પરભાવ શું અને સ્વતત્ત્વનો સ્વભાવ શું તેની ઓળખ જેને નથી, માત્ર અંધશ્રદ્ધાએ વર્તે છે, હું કોણ છું તેનું જેને ભાન નથી, તે સત્ય-અસત્યનો વિવેકી નથી. આવા પ્રકારના જીવોને સાચા નિમિત્તનો જોગ થઈ જાય તો પણ એ પરમાર્થ પામી શકે નહિ. હવે અહીંથી ક્રમબદ્ધ પ્રશ્નોત્તરની અને યુક્તિસર સિદ્ધાંતની રચના આવે છે. શિષ્ય શંકા કરશે અને ગુરુ દરેક પદનું યથાર્થપણું સિદ્ધ કરશે. શિષ્ય કંઈક જાણ્યું છે પણ નિર્ણય કર્યો નથી, માટે જ્ઞાની શું કહે છે તે જાણવાની જિજ્ઞાસાવાળો છે; તેથી તેને આશંકા થાય છે. અહીં આશંકા, આત્માના હોવાપણા વગેરે બાબતની છે. આત્મા વગેરે પદોની શંકા કરે છે, તેમાં આત્મા નથી વગેરે જે વિચારોથી શંકા થઈ તેને ધારી રાખે છે અને તેના ન્યાયો બરાબર સમજવા માગે છે; એમ જેને એકાગ્રતાથી સત્ સમજવાની તૈયારી છે તે “હું શું શું નથી માનતો” અને “તે કયા કારણે નથી માનતો તેની દલીલો ગુરુ પાસે રજા કરે છે. આ શાસ્ત્રમાં ગુરુ અને શિષ્યના સંવાદરૂપે એવી જાતની ઘટના કરી છે કે આવી રીતે સમજીને જિજ્ઞાસાપૂર્વક જે શિષ્ય પ્રશ્ન કરે છે અને ગુરુના ઉત્તરને ગ્રહણ કરે છે તેનો મોક્ષ થયા વિના રહે નહિ. શિષ્ય સમજવાની જિજ્ઞાસા અને ગુરુ પ્રત્યેની પ્રતીત લઈને આવ્યો છે. તે મારું અપમાન થશે, મારી મોટાઈ જશે, એવી શરમ ન રાખે. છાશ લેવા જવું અને વાસણ સંતાડવું એ કેમ બને ? વિનયવંત અને તત્ત્વનો જિજ્ઞાસુ જ્ઞાનીનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #214 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ૧૮૮ ] વિનય પણ રાખે, બેધડક પ્રશ્ન પણ પૂછે અને સમજવાની ધી૨જ પણ રાખે; જે વિચારણાથી પોતાને શંકા પડી છે તેના કા૨ણોની તેને ખબર છે અને પોતાને સમજવાનું શું તત્ત્વ છે તેની પણ તેને ખબર છે. ૪૪. હવે આત્માના હોવાપણારૂપ પ્રથમ પદની શંકા કરે છે. ગુરુ કહે છે તેમાં તેને શંકા આવતી નથી, પણ વસ્તુસ્વરૂપ સમજવા અર્થે જિજ્ઞાસાથી આશંકા કરે છે. જેને. તત્ત્વનો નિર્ણય નથી તેમ જ સમજવા માટે આશંકા પણ થતી નથી તેની અહીં વાત નથી, તેમ જે સમજીને શમાઈ ગયા છે તેની અહીં વાત નથી; પણ વચલા વર્ગવાળા કે જેને સમાધાન ક૨વાપણું છે તેને આશંકા થાય છે. પરદેશી રાજાને આત્મા નથી એમ શંકા હતી, પણ સમજવાનો કામી તો, તો યોગ્ય ભૂમિકા થતાં સદ્ગુરુ મળ્યા. અહીં શિષ્ય પણ તે પરદેશી રાજા જેવી જ પ્રથમ શંકા કરે છેઃનથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫ પહેલો જ પ્રશ્ન કરે છે કે શ્રીગુરુ! મને આત્મા દૃષ્ટિમાં આવતો નથી, એ નકારમાં જ હકા૨નો ભણકાર છે. સામો જિજ્ઞાસુ એટલી તૈયારીવાળો હોય છે કે મારે એવી દલીલ કરવી કે જેથી ગુરુ પાસેથી પાકું સમજાઈ જાય. તે ગુરુને કહે છે કે હથેળીમાં આમળું દેખાય એમ દેખાડો અને તેનાં કા૨ણો જણાવો પવન જેમ સ્પર્શથી જણાય છે તેમ આત્માનું લક્ષણ શું છે તે જણાવો. ભલે સ્પર્શાદિથી કે રૂપથી ન દેખાય પણ બીજા કોઈ અનુભવથી તો જણાવો. ઘુવડ સૂર્યને દેખી ન શકે પણ તાપ પડે છે તેનો અનુભવ તો તેને થઈ શકે છે, તેમ આ આત્મા અનુભવગમ્ય તો થવો જોઈએ; એમ કા૨ણો ૨જી કર્યાં અને જણાવ્યું કે આ કારણો વિચારીને મેં મુક્યાં છે. દૃષ્ટિમાં દેખાતો નથી તે કારણનો જવાબ આવશે કે રૂપવાળા પદાર્થ હોય તે દેખાય. આત્મા તો તેનાથી જુદો અરૂપી જ્ઞાયક છે અને તેથી પાંચે ઇન્દ્રિયો અને મનથી ૫૨ છે, જુદો છે અને પોતાનું વેદન ક૨ના૨ો એટલે કે અનુભવ કરનારો છે. એમ ન્યાયની યુક્તિથી જણાવશે. ૪૫. હવે આત્મા નહિ હોવાની શંકાનું બીજું કા૨ણ ૨જુ ક૨ે છે : - અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬. શિષ્ય કહે છે :– હું તો કહું છું કે આત્મા નથી, પણ કદી હોય તો આ દેહ એ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #215 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૬] | [ ૧૮૯ જ આત્મા છે, અથવા આ ઇન્દ્રિયાદિ પ્રાણ તે આત્મા છે; કારણ કે તેનાથી જ જીવ જાણી શકાય છે. પરલોકની અમને શ્રદ્ધા નથી. જેમ કોઈ એક અજાણ્યો માણસ કહે કે “અમે ઝેર ખાઈએ” તો તેનું શું પરિણામ આવે? પોતે ઝેરને ન ઓળખે તોપણ તેનું ફળ થયા વિના રહે નહિ. તેમ ભગવાન આત્માને જાણ્યા વિના બીજાથી સંતોષ માને અને તેમાં ઠીક માનીને રોકાય તો ખરો અવસર હારી જાય. સુખનું ભાન નથી ને લોકો કહે છે કે અમારી નજરે દેખાતું સુખ છોડીને પરભવનું કોણ કરે? મરી ગયા પછી “ગોલણ ગાડ ભરે.” માત્ર વર્તમાન સગવડતા ઉપર તેમનું લક્ષ હોય છે વળી તેઓ કહે છે કે આપણા બાપદાદાઓ તો બહુ પછાત હતા અને તેમના નેતા ધર્મગુરુઓ પણ તેવા હતા, માટે અમારે આવો ધર્મ જોઈતો નથી. ધર્મ ન હોત તો અમે વધારે સુખી હોત; પણ વચ્ચે જ્ઞાનીઓએ લપ ઘાલી દીધી છે. તેઓને જ્ઞાની કહે છે કે-એવું બોલનારા નાસ્તિકવાદીઓ છે, તેઓને સાચા સુખની ખબર નથી. ઘણા લોકો અણસમજણથી ધર્મને નામે ઠગાણા છે, ભ્રમણામાં પડયા છે; પણ ધર્મ તો આત્માનો શુદ્ધ સ્વભાવ છે તેથી કોઈને નુકસાન થાય જ નહિ. તેનાથી કોઈ ઠગાય નહીં, તેમ જ તેમાં અન્યાય પણ ચાલી શકે નહિ. જ્ઞાની પાસે જિજ્ઞાસાથી આશંકા કરી પૂછવા આવે તેનું યથાર્થ સમાધાન થઈ શકવા યોગ્ય છે. બીજા બધા પદાર્થોને જાણનારો હોવાથી તેનાથી તું જુદો છો. તું તને જ ભૂલે છે તે કેટલી ગજબની વાત છે! [ તા. ૧૮-૧૦-૩૯] શિષ્ય શંકા કરે છે તેમાં શંકા કરનાર કેવો હોય છે તે આવી જાય છે. આવી શંકા કરનાર કેવી રીતે સમજે તે વાત પણ આવી જાય છે. વિનયવંત શિષ્ય પોતાની શંકા શરમથી છુપાવ્યા વિના ખુલ્લા હૃદયથી કહે છે. પ્રશ્નકારે પોતે જે જે શંકાનાં કારણો પકડયાં છે તેનું અંતરથી સમાધાન થશે ત્યારે સમજાશે. એનું સમજવા પ્રત્યે લક્ષ છે તેથી શંકાનું બીજું કારણ કહે છે : અથવા દેહુ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ.” કહે છે કે પ્રભુ! આ દેહ અને ઇન્દ્રિયની ચેષ્ટા ઉપરથી જણાય છે તેથી એના વડે જ જાણપણું છે, માટે અમને દેહ અને ઇન્દ્રિયોથી આત્મા જુદો માનવો મિથ્યા લાગે છે. પ્રશ્ન કરનાર નિર્માની છે. મારી ભૂલ સભામાં ઉઘાડી થશે અને માન જશે, એમ માન રાખ્યા વિના ખુલ્લા હૃદયથી મુમુક્ષુએ પ્રશ્ન કરવા જોઈએ. જેમ પરદેશી રાજાએ શ્રી કેશી ભગવાન પાસે પ્રશ્નો કર્યા હતા તેમ તન માન મૂકીને ખુલાસા પૂછવા જોઈએ. તેણે એમ નહોતું માન્યું કે મારી પ્રજા અને પ્રધાનો વચ્ચે હું આમ પૂછીશ તો મારી હીણપ કહેવાશે; પણ બાળકની જેમ માનની દરકાર નહિ કરતાં, સમજવાની રુચિ કરી તો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #216 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૦ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અંતરની ભ્રાન્તિ ટાળવાનો પ્રસંગ મળ્યો. માટે શ્રીમદ્ભુ કહેવું છે કે પ્રશ્ન કરનારે પ્રશ્ન કરતાં શંકાને ગોપવવી નહિ અને વિનયસહિત બેધડક સ્પષ્ટપણે પ્રશ્નો પૂછી પોતાને એવી ઇષ્ટ સુખપ્રાપ્તિનોમોક્ષનો ઉપાય સમજી લેવો. વળી પ્રશ્નો કેવી રીતે પૂછવા તે ઉ૫૨ ઘણો વિચાર કરવો જોઈએ. આગળ કહી તેવી સુવિચારદશા પણ પ્રથમ હોવી જોઈએ. અહીં શિષ્યનું કહેવું છે કે ગુરુ! અમને તો દેહ, ઇન્દ્રિય અને આત્મા એક જ લાગે છે. કા૨ણ કે એનાથી જ બધા વિષયોનું જાણવું થાય છે. દેઠુ અને ઇન્દ્રિયોના નિમિત્તોમાં ખામી આવે એટલે કે શ૨ી૨માં લકવા થતાં કેટલીક ઇન્દ્રિયોનું કામ અટકી પડે છે, એમ દેહ અને ઇન્દ્રિયોથી આત્માની જુદાઈનું લક્ષણ જણાતું નથી, એવો વિચાર કરીને તે બન્નેના જુદાપણાનું એંધાણ એટલે સાચું લક્ષણ કયું તે બતાવો. આ શિષ્યની જિજ્ઞાસાવૃત્તિ બતાવે છે. આત્માની પ્રતીતિ કેમ થાય, તેની સમજણ કેમ કરી શકાય, તે જાણવાની રુચિ લોકો કરતા પણ નથી, તો તેને પ્રશ્નો કેમ કરવા અને શું જાણવું તેની રુચિ કયાંથી થાય ? ૪૬. હવે શંકાકા૨ ત્રીજો પ્રશ્ન કરે છે. શંકાકા૨નું હૃદય તત્ત્વ સમજવાની ધગશ બતાવે છેઃવળી જો આત્મા હોય તો, જણાય તે નહીં કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭. હે ગુરુ ! જો આત્મા હોય તો તે કેમ ન જણાય ? હોય તે ન જણાય તે કેમ બને ? શિષ્ય એવી દલીલ મૂકી. જે ન જણાય તે વસ્તુ હોય જ નહિ. એ અમારો પક્ષ છે એમ જણાવ્યું. જેમ ઘડો, વસ્ત્રાદિ નજરે દેખાય છે તેમ આત્મા જણાય તો અમે માનીએ. આગળની ગાથામાં પોતાની શંકા ટાળવા માટે જિજ્ઞાસા દર્શાવે છે. ૪૭ હવે આ ગાથામાં શિષ્ય પોતાની શંકા ટળી જાય એવા સદુપાય સમજવાની માગણી કરે છેઃ માટે છે નહીં આત્મા, મિથ્યા મોક્ષઉપાય; એ અંતર શંકાતણો, સમજાવો સદુપાય. ૪૮. પ્રથમ શંકામાં જ મોક્ષની શંકા કરે છે અને કહે છે કે જ્યાં આત્મા જ નથી ત્યાં તેનો મોક્ષનો ઉપાય કેમ હોઈ શકે? શિષ્ય જાણે છે કે ગુરુ છે તે મોક્ષનો ઉપાય બતાવનારા છે. જેમ નિશાળના મહેતાજી લૌકિક જ્ઞાન આપનારા છે, તેમ આ શ્રીગુરુ પણ લોકોત્તર જ્ઞાન બતાવનારા છે. વર્તમાનની દૃષ્ટિવાળા એક ભાઈ કહેતા હતા કે શું અપાસરામાં જઈને બેસીએ તો જ કલ્યાણ થાય ? નવરા થઈને જે ન દેખાય એવા આત્માની કલ્પના કરવી? કાંઈ સેવા-પરોપકાર કરવા નહિ ? શું નવ૨ા થવાથી જ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #217 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૯૧ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૮] કલ્યાણ થાય? એવા જીવો ઉપાશ્રયનો અર્થ પણ સમજતા નથી. ઉપ એટલે આત્માની સમીપ, તેના આશ્રયમાં રાગરહિત જ્ઞાનપણે ટકી રહેવું; બીજી કોઈ રીતે કલ્યાણ નથી વસ્તુ સ્વરૂપ સમજવાની ધીરજ રાખે તો સમજાય. જગતમાં જ્યાં-ત્યાં રાગ-દ્વેષ, કામ-ભોગ અને બંધનથી કથા હોય છે, તેથી જીવને તેનો પરિચય સુલભ છે; પણ આ વાત કોઈ નવીન છે, અપૂર્વ છે, એમ લાગે અને તે શું છે એવી મધ્યસ્થપણે જાણવાની જિજ્ઞાસા રાખે તો સમજાયને! અહીં શિષ્ય નાસ્તિકની દૃષ્ટિએ શંકા કરી છે કે આત્મા જ દેખાતો નથી માટે નથી. “છે” એમ કરે તો જ તેના છૂટકારાનો ઉપાય હોય ને? અહીં અંતરની શંકા છે, બહારની ધારેલી વાત નથી. અનાદિની ભૂલમાં શિષ્યને ભેદ પડ્યો છે. આગ્રહમાં વળગી પડ્યો નથી. ફલાણા ભાઈ કહેતા હતા તેનું કેમ હશે, એમ પારકા ઘરની માંડવા નથી આવ્યો ઘણા જીવો સાંભળવા આવે, પણ અંતરથી પૂછી ન શકે. શંકા તો હોય કે આ બધા ધર્મી થઈને બેઠા છે! એમાં તો નવરા થઈને કાંઈ કરવું નહિ, મોટા સ્વાર્થી થઈને બેસવું એવો તમારો સગવડીયો ધર્મ લાગે છે. કાંઈ સેવા, દયા, પરોપકારનું તો નામ નહિ; ફક્ત જ્ઞાન અને આત્મા-આત્મા જ કરવો તેનાથી કાંઈ લાભ થાય એમ અમને દેખાતું નથી. પણ તેઓ ગમે તેવા પ્રશ્નો કરે તો તેના કાળજામાં શું છે અને તેની માન્યતામાં શું ભૂલ છે તે પકડાવીને સમજાવી શકાય. સન્મુખ આવીને સીધા પ્રશ્ન કરે અને સમજવાની બુદ્ધિથી ધીરજ રાખી સાંભળે તો બધાય પ્રશ્નોના નિકાલ છે. કંઈ કલ્પનાથી કહેવું નથી. દેથી આત્મા જુદો છે અને નિત્ય છે એ સમજાય નહિં. ત્યાં લગી સામાન્ય બાળક જેવા પ્રશ્નો પણ પૂછી શકાય. લોકોને આ નવું સાંભળીને ખળભળાટ થાય છે કે આત્મા પરનું કાંઈ કરી શકે નહિ એ કેમ હોય? પણ અનંત જ્ઞાનીએ તેમ કહ્યું છે અને તેનાં પ્રત્યક્ષ પ્રમાણ છે. જીવે પોતાનું જ્ઞાન કરવું; જ્ઞાનની પ્રતીત અને જ્ઞાનમાં ટકી રહેવું, રાગ-દ્વેષની ઉપાધિથી રહિત સ્વાધીનપણે જ્ઞાનપણે જ્ઞાનમાં ઠરવું, તે જ કર્તવ્ય છે. તેમાં ઘણું કરવાનું આવ્યું, દોષથી બચવું તેમાં તો ઘણી મહેનત આવી. પણ તેમાં એમ ન આવ્યું કે હાથ-પગ હલાવવા, આમ ક્રિયા કરવી કે કોઈ બીજાનું ભલું કરી દેવું. તેના ઘણા ન્યાય છે. બહારની ક્રિયા આત્માને આધીન નથી, પુણ્યની રુચિવાળાને અમે કંઈ પરનું કરી શકીએ એ ભાવ મનમાંથી કેમેય કરીને ખસતો નથી. જ્યાં લગી પુણ્યની સરખાઈ હોય ત્યાં સુધી માને કે અમે ધાર્યું કામ પાર ઉતારીએ છીએ. આત્મા તો જાણે કાંઈ વસ્તુ જ ન હોય એમ વર્તે છે. જ્યારે કોઈ વખત ધાર્યું ન થાય ત્યારે પારકો વાંક કાઢે છે; અથવા કહે છે કે આમ કર્યું હોત તો આમ થાત, એમ કલ્પના કરી સમાધાન કરે છે; પણ તેથી પરનું કર્તાપણું, અહંપણું ટળતું નથી, જે પોતે જિજ્ઞાસુ થઈ પ્રશ્ન પૂછતા નથી તેને પરાણે કોણ સમજાવે? આ ચોથી ગાથામાં વિનય સહિત પ્રશ્ન છે કે બધા સંસારના મતધારીઓ છે મોક્ષ ઉપાય બતાવે છે, તેના કરતાં તમે કંઈ જુદું કહો છો, માટે મારા અંતરની શંકાનું સમાધાન કરીને સમજાવો. સત્ ઉપાય જે હોય તે બતાવો. છે તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #218 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સમજવા આવ્યો છું. સત્ ત્રણ કાળમાં ન ફરે તેવો અંદરથી ભણકાર આવે છે. સત્ની જેને જિજ્ઞાસા છે તેને સની ધગશ કેટલી હોય છે! તે કહે છે કે મારા અંતરમાં આ કારણથી આગ લાગે છે, માટે સત્ હોય તે સમજાવો. સમજનાર આવો હોવો જોઈએ, અમુક વિચારણા અને યથાર્થ હેતુપૂર્વકની દલીલ કરીને પોતે જાતે તેનો નિર્ણય કરી શકે તેવો હોવો જોઈએ. પ્રશ્ન પૂછવાથી મારું માન નહિ રહે એવો અહીં શિષ્યને ભાવ નથી, પણ મારી શંકા ટળશે એનું તેને લક્ષ છે. ૪૮ હવે શ્રીગુરુ ઉપરના પ્રશ્નોનો જવાબ આપે છે, તેમાં આ ગાથામાં ૪૫ મી ગાથાનો જવાબ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહુ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ શિષ્ય પ્રથમ શંકામાં, દૃષ્ટિમાં આત્મા નથી આવતો, તેનું કંઈ રૂપ દેખાતું નથી, તેમ જ અનુભવમાં આવતો નથી-એ ત્રણ વાત કહી; તેમાં એમ આવ્યું કે જે અનંત અનંત દેહો ધારણ કર્યા, તે સંજોગોમાં નિમિત્તમાં જ મારી હયાતી છે. એમ દેહાધ્યાસના લક્ષણે જીવનું લક્ષણ માન્યું છે. શરીરમાં જરા પીડા થાય તો મને પીડા થઈ, ભૂખ લાગે તો મને ભૂખ લાગી, સ્ત્રીનો દેહ હોય તો હું સ્ત્રી, વૈશ્યનો દેહ તો હું વૈશ્ય, બાળકપણે દેહ દેખાય તો હું બાળક, પશુનો દેહ ધારણ કર્યો તો હું પશું, એમ માને છે. વળી વર્તમાનમાં ચોવીસે કલાકની દેહની જે ક્રિયા થાય છે, તે મારાથી જ થાય છે, એવું લક્ષ હોવાથી દેહ અને આત્મા એક જ છે એમ નક્કી થઈ ગયું છે. લોકો કહે છે કે આપણે કાંઈ સારું કરીએ, પણ જીવે અનંત કાળથી પરના લક્ષ નિજધર્મ માન્યો છે, જીવે પોતાની જુદાઈ જાણી નથી; યથાર્થપણે જો જીવનું સાચું લક્ષણ જાણ્યું હોત તો સંસારમાં રખડવું ન પડત, જન્મ-મરણ ઉપાધિ હોત નહિ. જડ અને ચેતન બે પદાર્થો છે; બધાય અચેતન-અજીવ પદાર્થોથી જીવનું જાદું લક્ષણ ચેતના છે. તેનું નિત્યપણું, ભિન્નપણે જેમ છે તેમ પૂર્વે કોઈ વાર જીવે જાણ્યું નથી. મનના શુભ વિકલ્પ પણ જીવનું લક્ષણ નથી. પૂર્વે પરના લક્ષ તથા નિમિત્તના આશ્રયે આત્માનો ધર્મ માન્યો હતો તે ભૂલને જીવે કદી જાણી નથી. આત્મા સાથે પ્રવાહે અનાદિકાળથી આઠ કર્મની ઝીણી ધૂળનું આવરણ છે. જૂનાં આવરણ ટળે છે અને જીવના રાગ-દ્વેષ અને અજ્ઞાનનું નિમિત્ત પામી નવાં આવરણરૂપ જડકર્મ એકક્ષેત્રે આવે છે. તે જડદેહમાં કર્તુત્વ-મમત્વ અને રાગને કારણે સંસારની ઉપાધિ છે. તેનાથી જીવ જન્મ-મરણ કરે છે. તે માને છે કે હું દેહને ઠીક રાખીશ નહિ તો વહેલું મરણ થશે; આમ કરું, આમ લઉં, આમ મૂકું અને આમ રાખું તો ઠીક રહેશે. વળી ડોકટરે આમ દવા ન કરી, મા-બાપે બરાબર મારી જાળવણી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #219 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૪૯] [૧૯૩ ન કરી, મેં ધ્યાન ન રાખ્યું, માટે આમ થઈ ગયું. આમ કર્યું હોત તો આમ ન થાત. એમ જ્યાં જ્યાં દેહ કર્યા ત્યાં ત્યાં મિથ્યા અભિમાન કર્યું. ઘરમાં ઘણી સગવડ હું રાખું છું એમ માને છે; કંઈ પણ શરીરે બાધા થાય તો તરત જ મટાડી દઉં એમ માને છે. આ હેતુથી લોકો ઘરે ઘરે ઘણી જાતની દવા રાખે છે અને દેહ વિષે રાગનું પોષણ આપવા માટે જ જાણે જીવન હોય નહિ એમ વર્તે છે. એમ બધાં નિમિત્ત-સાધનો ઉપર જ પોતાની સલામતી માને છે, શરીરને કંઈ પણ બાધા ન થાય તે માટે ટાઈમ-ટેબલ વગેરે ઘણી વ્યવસ્થા રાખે છે, છતાં પણ ધાર્યું થતું નથી. જ્યાં સુધી પુણ્યનો યોગ હોય ત્યાં સુધી તો ઉપલકદષ્ટિથી કંઈ અંશે જોગાનુજોગે ધાર્યું થતું હોય તેમ થોડો કાળ દેખાય છે, પણ શરીરે લકવા થાય, કે કોઈ એવું દરદ થાય અને મટે નહિ ત્યારે ધાર્યું ન થાય તો બીજાનો વાંક કાઢે; પણ દેહની ક્રિયા થવી તે આત્માના હાથની વાત નથી-એવી સાચી સમજણ કરે નહીં. વળી મરતી વખતે બધી સોંપણી કરતો જાય કે આમ રાખજો; આટલું દાન દેજો, આવું કારજ કરજો. એમ પોતે સમાધાન કરે છે. જો પરલોકમાં અહીંનો ચેક ચાલતો હોત તો બધું વેચીને ચેક લઈ લેત અને છોકરા માટે કાંઈ રહેવા દેત નહીં; કારણ કે પોતે તે વખતે જાણે છે કે મારું મેળવેલું આ ભોગવશે, તેનો મને લાભ નથી; પણ બીજો ઉપાય નથી એટલે મરતી વખતે વીલ કરતો જાય કે છોકરાઓ મારું સરખું રાખજો; એમ મરતી વખતે પણ અનંતી મમતા-તૃષ્ણા ભેગી લેતો જાય છે. અનંતકાળથી દેહાદિના ભાવની મમતાને લઈને પોતાના આત્માની સંભાળ પોતે કદી કરી નથી તેથી આત્માની વાત ચતી નથી. જ્ઞાની કહે છે કે આત્મા પરનો અકર્તા જ છે. પરનું કોઈ કાર્ય જીવ કરી શકતો જ નથી, પુણ્ય પણ જડ આશ્રિત ક્રિયા છે, એક તણખલાને તોડવાનું સામર્થ્ય ચૈતન્યમાં નથી. આ વાત કાળજે બેસવી ઘણી કઠણ પડે છે. પુણ્યથી પણ આત્માને ગુણ નથી એમ સાંભળતાં “હાય હાય ! આ કેમ બેસે!' એમ રાડ નાખે છે. આત્માની સાચી વાત સાંભળી પણ ન હોય અને પોતે આત્માનું લક્ષણ અને આત્માના ગુણ જે માન્યા હોય તેનાથી જુદું લાગે એટલે ન રુચે. તે પ્રશ્ન પણ ન કરી શકે, કેમ કે સંઘમાં, નાતમાં, સમાજમાં મારું ધાર્યું થાય છે એમ પોતે માને છે અને પ્રશ્ન પૂછવાથી મારી મોટાઈ ચાલી જશે એવો તેને ભય રહે છે. આવા જીવને દેહથી આત્મા જુદો છે, એમ અંતરંગમાં ભાન કેમ થાય? મેં જડ મૂકયું, લીધું, કર્યું એ આદિ જડના અને દેહના પ્રેમથી, અધ્યાસથી જીવને દેહાત્મબુદ્ધિ દઢ થઈ ગઈ છે; તેથી આત્માના અસંગપણાની, દુઃખથી મુક્ત થવાની, એકત્વપણાની વાત સાંભળતાં જીવને દ્વેષ આવે છે. આ ભાવને અનંત સંસારનો બંધભાવ કહે છે. જીવે મનુષ્યપણું પામીને નવું શું કર્યું? કાગડા-કૂતરા પણ પેટ ભરે છે અને આયુષ્ય પૂરું થતાં બીજો દેહ ધારણ કરે છે. અનંત કાળમાં જે નહિ જાણેલું અપૂર્વ તત્ત્વ તેની વાત જલદી ન સમજાય તો ધીરજથી સમજવી, પણ ના ન પાડવી. અહીં ગુરુ કહે છે કે તેને અનંત કાળથી દેહની મમતાના અધ્યાસે એમ લાગે છે; પણ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #220 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૯૪ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મા અને દેહ અને બન્ને જુદા છે અને તેનું પ્રગટ લક્ષણે ભાન થાય છે, તે કહું છું. આત્મા એકલો જ્ઞાતા છે, દેહાદિથી ભિન્ન છે. જીવનું લક્ષણ જ્ઞાન છે. જ્ઞાનમાં શાન્તિ છે. જગતમાં અનંત જીવ દ્રવ્ય છે. તે એકેક સ્વતંત્ર છે. પદાર્થ ઓળખવા માટેની વિધિ શાસ્ત્રમાં કહી છે કે નય, નિક્ષેપ, લક્ષણ અને પ્રમાણ વડે અનેક પદાર્થોમાંથી એક પદાર્થને જુદો તા૨વીને જાણી શકાય છે. તે લક્ષણ નિર્દોષ હોવું જોઈએ. દરેક ક્ષણે તેની સત્તામાં વ્યાપીને રહેવું જોઈએ. આત્મા જ્ઞાયક માત્ર છે, એટલે જાણવું તે તેનું લક્ષણ છે. જ્ઞાન તે તેનું કર્મ છે. પદાર્થનો બોધ કરનાર, જે જાણ્યું તેની સ્મૃતિ રાખનાર પદાર્થ તે જીવ છે. ચેતના, જ્ઞાન, બોધ, સમજણ એ સંજ્ઞાનો ધા૨ક એકેક આત્મા છે. ચેતના તેનું લક્ષણ છે. એ ગુણ ત્રિકાળ જીવમાં જ રહે છે, તે બીજા દ્રવ્યમાં નથી. અતિ સૂક્ષ્મ દેહમાં જીવ જાય એટલે કે નિગોદમાં-બટાટા, કંદમૂળમાં, વનસ્પતિમાં જાય, ત્યાં પણ સુખ-દુઃખની લાગણીરૂપ ચેતના જ જીવનું લક્ષણ છે; માટે જડરૂપે, જડના લક્ષણરૂપે આત્મા કદી થતો નથી. બેઉનાં જુદા જુદાં લક્ષણ પ્રગટ સમજણમાં આવે છે. શિષ્ય કહે છે કે આત્મા કયાંય દેખાતો નથી, ત્યારે ગુરુ કહે છે કે પ્રત્યક્ષ પ્રગટ લક્ષણથી જણાય છે. કોઈ કહે છે કે દેહના દુઃખથી આત્માને દુઃખ થાય છે, પણ તે ખરું નથી. બારીમાં આંગળી દબાય છે અને રાડ નાખે છે, તે આંગળી દબાણી તેનું દુઃખ નથી, પણ દેહ પ્રત્યેની ઉત્કૃષ્ટ મમતાને લીધે તે રાડ છે. કોઈ તીવ્ર વેદનાથી જીવ અસાધ્ય (બેભાન ) થઈ જાય, તેથી તેને દુઃખ નથી એમ નથી; અવ્યક્તપણે અનંતી વેદના છે. જે દુઃખને મનદ્વા૨ા પ્રગટપણે જાણી શકતો હતો તે જ્ઞાન બૂઠું થઈ ગયું. તેને દુઃખ નથી એમ કહેનાર જ્ઞાનની શક્તિ ઘટાડવામાં સુખ માનનારા છે. એ તેમની ઊંઘી માન્યતા છે. કલોરોફોર્મ સુંઘાડતી વેળાએ જ્ઞાન ઉપર અનંતું આવરણ આવે છે, તેથી ઘેલછારૂપ જ્ઞાનમાં દુ:ખની અસર દેખાતી નથી. અસાધ્યપણું એમ સૂચવે છે કે અતિવેદના છે. વળી જો દેહની વ્યાધિથી દુઃખ થતું હોય તો ધર્માત્મા જ્ઞાનીને દેહની વ્યાધિનું દુઃખ થવું જોઈએ પણ તેમ બનતું નથી, માટે નિયમ ન રહ્યો. અનાદિ કાળથી લોકોને આત્માનું સાચું લક્ષણ સમજાયું નથી. આત્માનું લક્ષણ જ્ઞાન છે અને જડ પુદ્ગલનું લક્ષણ ગળવું, મળવું, હાલવું, ચાલવું, સડવું, પડવું, અવસ્થાંતર થવું તે છે. ચૈતન્ય ભગવાન આત્મા કેવળ જ્ઞાનમાત્ર છે, અવિનાશી છે, અરૂપી છે, સપ ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય સહિત દ્રવ્ય છે. જ્ઞાન તે લક્ષણ અને આત્મા તેનું લક્ષ્ય છે. પુદ્ગલ ૫૨માણું દ્રવ્યોમાં જ્ઞાનનો અંશમાત્ર નથી, એવો ત્રિકાળ નિયમ છે. દેહાદિ અજીવ વસ્તુમાં જે કંઈ ક્રિયા થતી દેખાય છે તે સ્વતંત્ર તે તે જડ પદાર્થોના આધારે છે. તે જેમ છે તેમ યથાર્થ જાણવું હોય તો પ્રથમ આત્મજ્ઞાન મેળવવું પડશે. જેનો જ્ઞાનસ્વભાવ છે તેમાં એક અંશ પણ ઉણપ ન હોય, જેનું લક્ષણ જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #221 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫૦] [ ૧૯૫ તે કોને ન જાણે ? જીવમાં ગમે તેટલું આવરણ થાય તોપણ થોડાઘણા અંશે જાણવું ટકી રહે છે. તે સદાય ચેતનવંત જેનું પ્રત્યક્ષ લક્ષણ છે તે જીવ છે. કોલસાના ઘણા આકાર હોય છે, તેમાં અગ્નિનો પ્રવેશ થતાં અગ્નિ અનેક આકારે દેખાય છે, છતાં સળગતા કોયલાને પાણીમાં બોળો તો બેઉનાં લક્ષણ જુદાં છે એમ દેખાશે. તેમ અનેક દેહ દેખાય છે, તેના આકાર જુદા જુદા છે; પણ દેહનાં લક્ષણ અને અરૂપી શાતા-આત્માનું લક્ષણ એકબીજાથી જુદાં છે. ૬૦ વર્ષનો ડોસો હોય, તેને પૂછે કે પિતાજી! આપણો અમુક દસ્તાવેજ કયાં મૂકયો છે? તો તે મરતી વેળા બોલી શકે ત્યાં લગી કહે કે પેલી તિજોરીના ફલાણા ખાનામાં મૂકયો છે. તે તિજોરી તો દૂર ત્રીજા ઓ૨ડામાં છે, આંખે દેખાતી નથી, છતાં પોતે મૂકેલ છે એટલે ઘણા વખત અગાઉની વસ્તુ તેનાં સ્મરણમાં પ્રત્યક્ષ જણાય છે. તે જાણનારો શું દેહ તથા ઇન્દ્રિયો આદિ બધાયથી જુદો નથી ? જુદો ન હોય તો મરી ગયા પછી દેહુ અને ઇન્દ્રિયો હયાત દેખાય છે તોપણ ચેતનત્વ ધારણ કરનારો જીવ તેમાં નથી, તેથી મરણ પછી કાંઈ જવાબ મળે નહિ. ૪૯. હવે દૃષ્ટાંત દ્વારા કહે છે : ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ હે ભાઈ ! અજ્ઞાનના કા૨ણે અનંત ભવના દેહાધ્યાસથી તને દેહ અને આત્મા એક લાગે છે, પણ તલવા૨ અને મ્યાન જેમ જુદાં છે, તેમ દેહ અને ચૈતન્ય બન્ને ભિન્ન છે. બેઉનાં લક્ષણો જુદાં છે અને તે સ્પષ્ટ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. તેના પૂર્ણ આનંદનાં અનુભવ માટે શ૨ી૨માં રહેલો ચૈતન્ય આત્મા પોતાના સ્વરૂપને સત્સમાગમ વડે જેમ છે તેમ જાણે અને તેનું ધ્યાન કરે તો દેહથી આત્મા જુદો હોવાથી તે દેહથી છૂટીને મૂક્ત થાય છે; એટલે તેમાં શાશ્વત સ્વરૂપનો અવ્યાબાધ આનંદ છે તે પ્રગટ થાય છે. આત્માનો અનુભવ તો વર્તમાનમાં દેહ હોવા છતાં પણ થાય છે; એટલે કે આત્માને આત્મામાં સુખ ઊપજે છે અને દેહનો અભાવ થતાં જીવ સંસારથી મુક્ત થાય છે. ૫૦ [ તા. ૧૯-૧૦-૩૯ ] દેહ અને આત્માનાં લક્ષણો જુદાં-જુદાં છે તે કા૨ણો સહિત હવે બતાવે છે :જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ ભાઈ! તું કહે છે કે આત્મા દૃષ્ટિ એટલે આંખ વડે દેખાતો નથી પણ તે આંખે કયાંથી દેખાય ? આંખને જાણનારો આંખથી જુદો છે. આંખ તો બાહ્ય પદાર્થને દેખવામાં Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk Page #222 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૧૯૬ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નિમિત્ત છે. આંખને દેખનાર આત્મા આંખ વડે કેમ જણાય ? વળી ઇન્દ્રિયો આત્માથી ૫૨ છે એટલે તે ૫૨વસ્તુ જાણવામાં નિમિત્ત થાય પણ આત્માને જાણવામાં કેમ નિમિત્ત થાય ? કેમકે ઊલટો ઇન્દ્રિયો આદિનો તે જોનાર છે. સ્થૂળ-સૂક્ષ્મ બન્નેને તે જાણે છે; પેટના મધ્યમાં કાંઈ થતું હોય તેને બાહ્ય ઇન્દ્રિય તો જાણતી નથી, છતાં જાણનાર સીધી રીતે જાણી લે છે. કાનની અંદર પીડા થાય છે, તેમ જ મગજમાં કાંઈ વેદના થાય છે, તો તેને આત્મા સ્પષ્ટ જાણે છે. બાહ્ય ઇન્દ્રિયના નિમિત્ત વિના સૂક્ષ્મ રતિ-અતિને પણ જીવ જાણે છે. દેહાદિ ૫૨માણુમાં જે કાંઈ વિચિત્ર સ્થિતિ થાય તેની બધી અવસ્થાને સળંગપણે જાણનાર જીવ તેનાથી જાદો છે. મારા આંતરડાની અંદર કંઈક છે, ઝાડો બંધાઈ ગયો છે, છાતીમાં કફ દેખાય છે, એ કઈ ઇન્દ્રિયથી જાણ્યું ? એવી અનેક પ્રકૃતિઓની વેદનાને તથા દુઃખરૂપ આકુળતાને પ્રત્યક્ષપણે જાણનાર જાણના૨૫ણે જ ટકી રહે છે, ક્રોધાદિ તથા વેદનાનું સ્વરૂપ ફરી જાય તોપણ પોતે સળંગ રહીને જાણે છે. એ ઉ૫૨થી નક્કી થાય છે કે હું તો રહું અને આ ઉપાધીઓ ટળી જાઓ.-એમ પ્રત્યક્ષ જુદી જાતનું નિત્ય સમજણસંશાધારક લક્ષણ, દેહ-ઇન્દ્રિયથી જુદું દેખાય છે. પ્રશ્ન પૂછનારે દલીલથી પ્રશ્ન મૂકયો હતો. તેનું યથાર્થ સમાધાન કરાવનાર દલીલ મળી. હવે શિષ્યના પ્રશ્નો પણ વિચારપૂર્વકના આવશે અને તેના જવાબો મળતાં વિરોધરહિત છએ પદથી સર્વાંગપણું સમજાશે. તે વિષે આગળ આવશે કે “ ષટ્કદનાં ષટ્ પ્રશ્ન તેં, પૂછયા કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ,, જે વિધિએ માર્ગ કહ્યો છે તે માર્ગ હોય તો ૫૨માર્થહેતુ સાધે અને સાધ્ય જે ઇષ્ટપદ (મુક્તિપદ ) તે લહે. પછી કહેશે કે સર્વ જીવ સદાય સિદ્ધ ૫૨માત્માસમ (શક્તિરૂપે ) છે, પણ જે પોતાનું યથાર્થપણું સમજે તે સિદ્ધ થાય. મોટા વિશાળ સમુદ્રને તેમ જ અનંત-અનંત આકાશને જાણનારો પણ તું જ છે. પૂર્વે કાળચક્રના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનંત-અનંત પલટી ગયાં તોપણ તું તો તે સંયોગોને સ્મરણમાં રાખનારો હજુ નિત્ય ઊભો છે. દેહમાં અલ્પ પણ પીડા થાય છે કે ટળે છે તેની તને ખબર પડે છે, દેહને ખબર પડતી નથી. માટે ભગવાન આત્મા પાંચે ઇન્દ્રિયોને જાણનારો છે, એનો વિચાર કરીને મન અને પાંચ ઇન્દ્રિયોથી જુદો થઈને આત્મપણે આત્માને વિચારી જો અને સ્થિર થા, તો તું તારો બેદ સુખમય, પવિત્ર, જ્ઞાનાનંદસ્વભાવ તારાથી પ્રગટ અનુભવીશ. કોઈ કહે છે કે હમણાં મારું મન બરાબર કામ કરતું નથી. જુઓ ! મન તો દેખાતું નથી, છતાં મનની ખબર પડી, એ બતાવે છે કે જીવ મનથી જુદો સાક્ષી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #223 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-પર] [૧૯૭ મનથી જાદો ન હોય તો મનને કંઈ થયું છે તે કેવી રીતે જાણી શકે? સ્થળ અને સૂક્ષ્મ રૂપને જીવ જાણે છે અને જે અબાધ્ય અનુભવ રહે તે જીવસ્વરૂપ છે. હું સ્ત્રી નહિ, પુરુષ નહિ, દેહ નહિ, મન નહિ, ઠીક-અઠીક, સંકલ્પ-વિકલ્પ પણ હું નહિ, અંદર આઠ કર્મની ઝીણી ધૂળ તે પણ હું નહિ, એમ પરદ્રવ્યને વિવેક વડે બાદ કરતાં કરતાં બાકી જે જ્ઞાયક સ્વરૂપ, બધાનો અનુભવ કરનારો બાકી રહ્યો તે હું છું. એમ જે સદાકાળ જાણ્યા કરે તે જાણનારો, જાણવાનું સ્મરણ કરનારો, જ્ઞાતાપણે હયાતી રાખનારો, જે નિત્ય સળંગ ટકી રહે છે તે જીવનું સ્વરૂપ છે. જેમ માખીને મન નથી, તોપણ સાકરનો ગાંગડો અને ફટકડીનો ગાંગડો સાથે હોય છતાં વિવેક કરીને સાકરનો સ્વાદ લે છે, તેમ દેહાદિથી જુદો આત્મા છે. આ ફટકડીની જેમ દેહ, ઈન્દ્રિય, મન તે હું નહિ, ક્રમેક્રમે-હળવે-હળવે ઇન્દ્રિયાધીન જાણવું તે હું નહિ, કલુષિતતાના ભાવ દેખાય છે તે હું નહિ, પણ બાકીની સાક્ષીરૂપ વસ્તુ તે હું છું. જે શાંતિ-સમતારૂપ સમજણ તેની હયાતી રાખીને બધા પરપદાર્થ બાદ થતાં બાકી જે અનુભવ રહે છે તે જ્ઞાયકતા જીવનું સ્વરૂપ છે. એમ અહીં વિચારની શ્રેણી મૂકી છે. આ વિધિથી પ્રગટ અનુભવ થાય છે આ રીતે ૪૫ મી ગાથાનો ઉત્તર ૫૧માં આવ્યો. ૫૧ હવે ૪૬ મી ગાથાનો ઉત્તર આવે છે : છ ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રિના વિષયનું, પણ આત્માને ભાન. પ૨. આ ગાથામાં ઉપલકદેષ્ટિ વડે નિમિત્તથી વાત કરી છે. કર્મેન્દ્રિયથી સાંભળ્યું, ત્યાં કર્મેન્દ્રિય જાણવામાં નિમિત્ત છે. પણ ચક્ષુ ઈન્દ્રિય, કર્મેન્દ્રિયના કાર્યને કરી શકે નહિ. જાણનારો તો આત્મા છે, કાનનો પડદો તો નિમિત્ત છે. “ચક્ષુ ઇન્દ્રિયે જાણેલું, તે કર્મેન્દ્રિયે જાણ્યું નથી.' એમ જે એક ઇન્દ્રિયનો વિષય છે તેનું કાર્ય બીજી ઇન્દ્રિય કરી શકે નહિ. એકેક ઇન્દ્રિય એકેક વિષયને જાણવામાં નિમિત્ત થાય, પણ પાંચ ઇન્દ્રિયને જાણનાર આત્મા એકલો જુદો છે. જો કાનથી જ જણાતું હોય, અથવા રૂપને જાણવા જેટલો જ આત્મા હોય તો સ્પર્શના વિષય વખતે આત્મા સ્પર્શના વિષય ન કરી શકે. જડ ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી પણ જીવ પોતે જ જ્ઞાન હોવાથી રૂપ, રસાદિમાંથી જે કોઈ એકને જાણે તો જ તે ઇન્દ્રિયને નિમિત્ત કહેવાય. ઇન્દ્રિયો પાંચ હોવા છતાં પાંચેનું જ્ઞાન એકસાથે થતું નથી માટે ઇન્દ્રિયોથી જ્ઞાન નથી. સમયસારની ૩૧ મી ગાથામાં કહે છે કે સૂક્ષ્મ, અખંડ, અસંગ, એવા જ્ઞાનસ્વભાવથી મન, ઇન્દ્રિય અને પ્રાણને જાદાં જાણી પછી પોતાના સ્વભાવમાં સ્થિત થાય તે જ્ઞાની છે. “જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે, અધિક જાણે આભને; નિશ્ચય વિષે સ્થિત સાધુઓ, ભાખે જિતેન્દ્રિય તેહને.” (સમયસાર ગાથા-૩૧) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #224 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા એકેક ઇન્દ્રિય એકેક વિષયને જાણે છે એમ આ ગાથામાં કહ્યું છે તે નિમિત્તથી ઉપચારથી કહ્યું છે, પાંચ ઇન્દ્રિયોએ ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે આત્મા છે. દેહ પડ્યો રહે છે, તેથી પણ કહેવાય છે કે જાણનાર ચાલ્યો ગયો; એમ ઇન્દ્રિયથી આત્માને જણાવ્યો. આ આત્મસિદ્ધિમાં કોઈ અપૂર્વ ઘટના છે. સમજનાર અને સમજાવનારની શૈલી ઘણી જ સરલ અને સ્પષ્ટ છે. વિચારવાન જીવ ઝટ સમજી જાય તેવી છે. શિષ્ય પણ ચતુર છે. તે કહેશે કે ગુરુ! તમોએ કહેલું હું સમજ્યો છું. આ હકીકત નીચેની ગાથામાં કહી છે - “ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર.” શિષ્ય સમ્યક પ્રકારે નિર્ણય કરતો જાય છે, પણ લોકોને વિચાર-મનનનો કાંઈ પરિચય નથી, અને અંતરના વિચારથી જાણવાનો પુરુષાર્થ કરતા નથી. સંસારના પ્રસંગની વાત હોય તો જે જે કરવું ઘટે તેતે કરે; પણ આમાં અંતરથી વિચાર કરીને મેળવણી કરે નહિ, કોઈ જાતનો નિર્ણય કરે નહિ અને હા પાડે કે “તમે કહો છો એટલે આત્મા એવો હશે.” જાતે પ્રશ્ન કરીને નિર્ણય કરવો જોઈએ. આ શિષ્ય તો કહે છે કે મેં મારી સમજણની ધારણાથી વિચાર પૂર્વક નિર્ણય કર્યો છે, માટે હું પાત્ર છું. આપે કહ્યું કે હું સમજ્યો છું. પર હવે વિશેષ સમાધાનનાં કારણો કહે છે : દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રિય પ્રાણ; આત્માની સત્તાવડે, તેવું પ્રવર્તે જાણ. ૫૩ અહીં આત્માને સામાન્ય રીતે સિદ્ધ કરવો છે; માટે નિમિત્તથી ઓળખાવે છે. દેહ, ઇન્દ્રિયો, શ્વાસોશ્વાસ તથા પ્રાણો પણ આત્માને જાણતા નથી. દેહને ખબર નથી કે આંખ વગેરે આ સ્થાને છે. આત્મા પરમાર્થે અસંગ છે; જ્ઞાતા છે; પણ પૂર્વ કર્મ, દેહાદિની ક્રિયા અને મન, વાણી, દેહના યોગના અવલંબનથી અંદર કંપન થાય છે. જ્યાં લગી દેહ છે, ત્યાં લગી ઓછી-અધિક શ્વાસોશ્વાસ આદિની ક્રિયા જણાય છે. આત્મા દેહમાંથી જતાં, કાર્મણ શરીર આ દેહમાંથી છૂટીને જીવ સાથે જીવ જ્યાં બીજો દેહ ધારણ કરે ત્યાં જાય છે. આ કાર્મણ શરીર અતિસૂક્ષ્મ ધૂળનો પિંડ છે. તે જીવથી જ્યારે છૂટી જાય છે ત્યારે જીવ સંપૂર્ણ શુદ્ધ અને મુક્ત થાય છે. આત્મા શ્વાસ લેતો નથી; તે તો જડ રજકણોની ક્રિયા પૂર્વપ્રારબ્ધ મુજબ થયા કરે છે. જીવને મૃત્યુ વખતે શ્વાસોશ્વાસ મંદ પડે છે અથવા શ્વાસ ઊપડે છે, તે ઉપરથી ઘણા ડાહ્યા માણસો સમજી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #225 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૯૯ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫૪] શકે છે, કે હવે મૃત્યુ નજીક છે, દેહ છોડવાનાં ટાણાં આવે છે ત્યારે જ્ઞાની, આત્માર્થી, ધર્માત્મા આ સમાધિમરણ કરવાનો અપૂર્વ અવસર છે એમ ઓળખી લે છે; પવિત્ર ધર્માત્માને આ ખબર પડી જાય છે. જ્યારે મૃત્યુની છેલ્લી ભીંસ જણાય તે ટાણે અપૂર્વ હોંશ અને આત્માની સૌમ્યતા તેને ઝળકી ઊઠે છે. જેની દરેક ક્ષણ આત્મભાનની જાગૃતિમાં વર્તે છે, એવા પવિત્ર ધર્માત્મા દેહની સ્થિતિ પૂરી થવા વખતે આત્મભાનમાં બળવાનપણે વર્તે છે. શ્રીમદે દેહ છૂટવા વખતે કહ્યું હતું કે “હવે હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું; મને કોઈ બોલાવશો નહિ” ધર્માત્માને સમાધિમરણના વખતની અગાઉથી ખબર પડી જાય છે અને અંદર જ્ઞાનબળના ઉગ્ર પુરુષાર્થની એવી હોંશ પ્રગટે છે કે એ અપૂર્વ ભાવ કોઈ જુદી જાતનો છે. તે જાણે છે કે આ વર્તમાન કાળે મોક્ષ નથી પણ એક ભવ કરીને મુક્તિ પમાય છે. ધર્માત્મા મરણકાળે એ પ્રમાણે આત્મસમાધિથી દેહ છોડે છે. આ ગાથામાં એમ કહેવું છે કે જ્યાં સુધી જીવની દેહમાં હયાતી છે ત્યાં સુધી દેહની સુંદરતા તથા ચેતના દેખાય છે. પં. બનારસીદાસ કહે છે કે : “સમતા રમતા ઊર્ધ્વતા, જ્ઞાયકતા સુખભાસ; વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” (પં. બનારસીદાસજીએ “સમયસાર-નાટક” માં જીવનું લક્ષણ આ રીતે વર્ણવ્યું છે.) ૫૩ હવે આ ગાથામાં આત્માનું એંધાણ બતાવે છે : સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ અહીં નિત્યતાના ભણકારા છે. શિષ્ય પૂછયું હતું કે જીવનું લક્ષણ દેહથી જુદું કેમ દેખાતું નથી ? અહીં શ્રીગુરુ કહે છે કે “પ્રગટરૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય.” કોઈ કહે કે મને નિદ્રા બહુ સારીય આવી ગઈ. તે અવસ્થાને જાણનાર નિત્ય છે, તેથી તેનો અનુભવ કહે છે કે બહુ ભારે ઊંઘ આવી, અમુક સ્વપ્ન આવ્યું. વગેરે. શ્રીમદ્ રાજચન્દ્ર કિશોરાવસ્થામાં પુષ્પમાળામાં પહેલો ફકરો લખ્યો છે કે “રાત્રી વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું; નિદ્રાથી મુક્ત થવા ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો.” અનાદિની અજ્ઞાનરૂપ ભાવનિદ્રા ટાળો, એમ કહ્યું છે. જાગૃત, સ્વપ્ન અને નિદ્રા એ ત્રણે અવસ્થાને જાણનારો તે તે અવસ્થાથી જુદો છે. તે તે અવસ્થામાત્રપણે નથી; તેમ રોગ, નિરોગ, બાળક, વૃદ્ધ, સ્ત્રી, રાજા, રંક આદિ દેહોની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #226 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા બધી અવસ્થાને જાણનારો તે-તે બધી અવસ્થારૂપે થતો નથી, તે તે અવસ્થા વ્યતીત થયે પણ જેનું હોવાપણું છે અને તે અવસ્થાને જે જાણે છે એવો પ્રગટ સ્વરૂપ ચૈતન્યમય પોતે જાણ્યા જ કરે છે, એવો જેનો સ્વભાવ પ્રગટ છે. શીત અને ઉષ્ણ સ્પર્શ, વર્ણ, ગંધ અને રસ આદિ સંયોગને જાણનાર તે તેના જેવો નથી, તે તે વસ્તુરૂપે નથી, માત્ર સદા જ્ઞાતાદેષ્ટા સાક્ષી, જ્ઞાયક જ, તે જીવની નિશાની સદાય વર્તે છે. કોઈ દિવસ જાણવાના લક્ષણથી તે જુદો થતો નથી. આત્માનું પ્રગટ લક્ષણ જ્ઞાન છે. ચેતનાગુણ જ્ઞાનરૂપ છે, તે નિશાની સદાય જીવનું નિર્દોષ લક્ષણ છે. આ પ્રગટ લક્ષણ અતિવ્યાતિ, અવ્યાતિ અને અસંભવ એ ત્રણે દોષો રહિત છે. આથી એમ નક્કી થયું કે જાણવું તે આત્માનું લક્ષણ છે; એટલે પરનું કંઈ કરવું, મન, વાણી, દેહાદિ પુણ્ય-પાપ રાગદ્વેષની ક્રિયા કરવી, તે જીવનું લક્ષણ નથી. એ નિર્બાધ હેતુથી ચેતનાલક્ષણે સિદ્ધ છે. એકેન્દ્રિય નિગોદ દશામાં નાના સૂક્ષ્મ જીવને પણ ચેતનાલક્ષણ છે. તેમાં પણ કેવળજ્ઞાન શક્તિરૂપે છે; અર્વન્ત અને સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ-વ્યક્તપણે છે. ૪૬ મી ગાથામાં કહ્યું હતું કે “ મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ” અહીં વિશેષપણે જુદું ચિહ્ન તેના ઉત્તરરૂપે જણાવ્યું છે. ૫૪ - હવે ૪૭ મી ગાથામાં પ્રશ્ન હતો કે ઘટ, પટ, જેમ પ્રત્યક્ષ નજરે દેખાય છે, તેમ આત્મા દેખાતો હોય તો માનીએ. તે માટે કહે છે કે : ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનારને માન નહિ, કહિયે કેવું જ્ઞાન ? ૫૫ હે ભાઈ ! ઘટ, પટ, રથાદિનો જાણક તો તું જ છે, પણ જાણનારું ચૈતન્યતત્ત્વ નિત્ય છે, તેને તું માન નહિ, એ તારું જાણપણું કેવું? જાણનારને માને નહિ અને જે પરવસ્તુ છે તેને જાણનારો, માનનારો તું કેવો છો તેનું ભાન નથી એ તારું જ્ઞાન તે કેવું કહેવું? ઘટ, પટ, રથાદિ છે તે જણાય છે. કદાચ તે સન્મુખ ન હોય, છતાં સ્મરણથી પણ જાણ્યા જ કરે છે. તે પોતાને કેમ જાણતો નથી? જે જે વસ્તુને તે જાણે છે તે જાણનારો બાહ્ય વસ્તુથી જુદો છે. લોકો ઓળસંજ્ઞાથી આત્મા છે એમ બીજાના કહેવાથી હા પાડે છે; પણ પોતે શંકા કરીને તે કેમ છે, કેવડો છે, કેવો છે તેનો વિચાર કરીને કદી પ્રશ્ન પણ પૂછી શકતા નથી, જાણવા જ માગતા નથી, એના કરતા જે વિચાર કરીને પ્રશ્ન પૂછે છે, તે યોગ્ય છે. ખરી રીતે આ બધા ઘટ, પેટ, આદિ જડ પદાર્થ જે દેખાય છે ત્યાં પણ ઉઘાડરૂપ જ્ઞાન દેખાય છે ને તેમાં જ્ઞાનના વિષયો જણાય છે. જ્ઞાનમાં જ સ્વ-પર જણાય છે. પોતાના જ્ઞાનની ક્ષણે ક્ષણે થતી અવસ્થામાં પરપદાર્થ સહેજે જણાય છે. એવો આત્માનો સ્વ-પરપ્રકાશક સહજ જ્ઞાનસ્વભાવ છે. લોકો તત્ત્વની રુચિ કરે અને વિચાર, મનન કરે તો બધુંય સમજાય તેમ છે; કોણ જાણે શું હશે? એવી નિરાશામાંથી લોકો બહાર નીકળતા નથી, અને બુદ્ધિના તર્કથી પ્રશ્ન લાવતા નથી. ૫૫ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #227 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫૬] અહીં ૪૮ મી ગાથાનો ઉત્તર કહે છે : ૫૨મ બુદ્ધિ કૃષ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬ [ ૨૦૧ તું કહે છે કે દેહ, ઇન્દ્રિયો, પ્રાણો અને આત્મા એક છે, જાદા નથી; તો જાડા શરી૨વાળાને ઘણું જ્ઞાન થવું જોઈએ અને પાતળા દેઠવાળાને થોડું જ્ઞાન હોવું જોઈએ; પણ તેમ તો થતું નથી. જો દેહ એ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો પ્રસંગ ન આવે. યુક્તિ અને પ્રમાણથી જે વસ્તુસ્વભાવ છે તેનો નિર્ણય થાય છે. પણ લોકોને યથાર્થ તત્ત્વનો નિર્ણય કરવો નથી. ધીરે ધીરે એની મેળે સમજાઈ જશે એમ નિમિત્ત ઉપર મંડાણ કરી બેઠા છે. આ દેહમાં સૂક્ષ્મ આઠ કર્મની ઝીણી ધૂળ છે. તેના કા૨ણે બહા૨થી દેહનું બળ દેખાય છે; તેના ઉ૫૨ આત્મબળનો આધાર નથી. લોકો કહે છે કે આ માણસ ખૂબ કામ કરી શકે છે, થાકતો નથી. મન, વાણી, દેહથી ખૂબ ક્રિયા કરતો હોય તેને પુરુષાર્થ કહે છે, પણ તે વાત જૂઠી છે. કોઈ ઘણુંય લખાણ કર્યા જ કરતો હોય, કોઈ વકતા ખૂબ ભાષણ કરી શકતો હોય, કોઈ મૌન રહી શકતો હોય તેમ દેખાય; પણ એ કાંઈ આત્મબળ નથી. પુરુષાર્થ નથી. દેહની ક્રિયાને જે આત્મબળ માને છે તેનું ઊંધું માપ છે, તે બાહ્યદૃષ્ટિ છે. ઘણા કહે છે કે “શરીરથી હજી ઘણાં કામ લેવાં છે, ધર્મનું સંસારનું તથા આત્માનું કલ્યાણ કરવા માટે શરીરની રક્ષા ક૨વાની-સંભાળ રાખવાની જરૂર છે' તેવું માનનારો કદાચ એમ પણ કહે કે, “ આત્મા અસહાય છે, જીદો છે” તોપણ તેમનું કથન નામ માત્ર જ છે. તેઓને સાચું સમજાયું નથી. 66 , * પ્રશ્ન :- શરીરમાં રોગ હોય તો રાગ-દ્વેષ ન થાય ? ઉત્તર :– એમ જ હોય તો નિરોગી શરીરવાળો વીતરાગ થાય જ, શરી૨ રોગી હોય તો દ્વેષ ન ક૨વો અને શરીર સારું હોય તો રાગ ન કરવો, એમ દેઢ અભિપ્રાય જોઈએ. શરીર તે હું નથી, એમ એકવાર તો હા લાવો. શરીર નથી કહેતું કે તમે આમ કરો તો ઠીક-અઠીક થાય. નિમિત્ત કોઈને રાગ-દ્વેષ પરાણે કરાવતું નથી. જેણે શ૨ી૨ના કા૨ણે ધર્મ માન્યો તેને આત્માની શ્રદ્ધા જ નથી. જો જડની ક્રિયાથી આત્માનું કાર્ય થતું હોય તો મુનિ ધ્યાનમાં બેઠા હોય છે ત્યારે તેને બાહ્ય ક્રિયા નથી માટે તેને ગુણ ન થવો જોઈએ, પણ તેમ નથી. વળી દેહની ક્રિયાથી તથા શુભપરિણામથી એટલે પનિમિત્તથી જો ચૈતન્યને કલ્યાણ થતું હોય તો ચૈતન્યમાં કાંઈ માલ ન હોવો જોઈએ, શક્તિથી ઠાલો હોવો જોઈએ; અને જો આત્મામાં શક્તિ ન હોય, તો જે ન હોય તે કદી કોઈ વડે પ્રાસ થાય નહિ. જે શક્તિ, જે ગુણ પોતાનામાં ન હોય તેને બીજો કેમ પરિણમાવે ? દેહાદિ સાધનથી તેનો ગુણ કેમ પ્રગટે? આત્મામાં જે ન હોય તે નવું બહા૨થી કયાંથી આવે ? અને જો પોતે Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #228 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વશક્તિ સહિત નિત્ય છે તો તેને નિમિત્તે શું આપ્યું? આવો રાગ હોય, નિમિત્તો હોય માટે આત્મામાં વીતરાગધર્મ હોય એમ નથી. માટે નિમિત્ત, વ્યવહાર કે ક્રિયાકાંડથી આત્માને લાભ છે એમ નથી. પ્રશ્ન :- મનુષ્યભવ મોક્ષનું કારણ નથી? નિમિત્ત તો છે ને? ઉત્તર :- ન્યાય સમજો, દેહની મમતા રાખે મોક્ષ થાય કે મમતા છોડયે મોક્ષ થાય? દેહાદિની ક્રિયા અને દેહ તે હું નહિ એમ પરદ્રવ્ય અને તેની મમતાનો વિરોધ કર્યો ત્યારે નિમિત્તને વ્યવહારથી કારણ કહેવાયું, પણ દેહથી ધર્મ થતો નથી. જો દેહથી ધર્મ થતો હોય તો બધાને ધર્મ થવો જોઈએ. માટે દેહની ક્રિયાથી કે નિમિત્તના આધારે આત્માને ગુણ થાય એમ માનવું તે મહા અજ્ઞાન છે. કોઈ કહે છે કે શરીરમાË ખલુ ધર્મસાધનમ્”–આવું માનનારા અને બોલનારા છે તે બધા નાસ્તિક છે. તેમને આત્મસ્વરૂપની ખબર જ નથી. તેમની બોલણીમાં પણ દોષ છે. જડને આત્મા માનનારા છે, કારણ કે આને રાખું એવો ભાવ આવ્યો, પણ દેહાદિ ઉપાધિને ન રાખું એમ ન આવ્યું. મૂળ શ્રદ્ધામાં જ ઊંધાઈ છે. નિતા દ્વારા દેહનું મમત્વ છેદે, ઇન્દ્રિયાદિના વિષયો સંબંધીનો રાગ છેડે, તો અરાગીપણાથી લાભ થાય. પરનિમિત્તથી આત્માને ગુણ થતો હોય તો બધાને થવો જોઈએ. જ્યાં નિમિત્ત ઉપર કે કર્મ ઉપર વજન આવે ત્યાં સાચો પુરુષાર્થ હોઈ શકે નહિ. જેટલે અંશે મન, ઇન્દ્રિય, દેહાદિનું અવલંબન તૂટે, તેટલો ધર્મ થાય. જડના અવલંબનથી આત્માને ગુણ થાય એમ જેણે પરાશ્રિત કલ્યાણ માન્યું છે તેની માન્યતા તદ્ન ઊંધી છે. દેહ રાખવાના ભાવે ધર્મ ન થાય. શરીરમાં રોગ થાય તે વખતે નબળાઈથી રાગ-દ્વેષ થઈ જાય એ જુદી વાત છે, પણ રાગ-દ્વેષ કરવા પડે એવો ભાવ જેને છે તેણે દેહ અને આત્મા બેઉ જુદા જાણ્યા જ નથી. પાંચ વરસ વધારે જીવું તો હું ધર્મ ધ્યાન વધારે કરી શકું એ દૃષ્ટિ જ મિથ્યા છે. આત્મા અવિનાશી, જ્ઞાતાદ્રષ્ટા, નિર્મળ, સિદ્ધસમાન છે. તેની શ્રદ્ધા થવી તે અપૂર્વતા છે; કંઈ વાતો નથી. જેણે પુરુષાર્થ કર્યો છે તે જ્ઞાનદશા જાણે છે. દેહની અને બહારની અગવડતા કે સગવડતા ઉપર આત્મધર્મ સાધવાનો આધાર નથી. એ વિષે ઘણીવાર કહેવાયું છે. ધર્માત્માને શરીરમાં મહારોગ આદિ વ્યાધિ હોય છતાં ધર્માત્મા જ્ઞાન-ધ્યાનમાં મસ્ત રહે છે. વેદનીય કર્મનો કદી તીવ્ર ઉદય હોય, કદી મુખથી રાડ નીકળી જાય, છતાં અંતરમાં સમતા છે, શાંત સમાધિ છે. આત્માએ કયાં રાડ નાખી છે? દેહનો ધર્મ દેહમાં વર્તે છે. એ ધર્માત્મા સમાધિમરણ કરીને એક-બે ભવે મુક્ત થાય છે. સનતકુમાર ચક્રવર્તીને સાતસો વર્ષ સુધી કોઢની અવસ્થા શરીરમાં રહી હતી. પ્રથમ મહારૂપવંત હતા. પછી છ ખંડનું રાજ્ય તજી જંગલમાં ધ્યાન કરતા હતા. પૂર્વે બાંધેલ અશાતાવેદનીયના પ્રારબ્ધકર્મનો ઉદય ભોગવવાનો હતો. તે દશા સાતસો વર્ષ રહી. તેમની શાંતિ જોઈને તેમની પાસે દેવ વૈદ્ય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #229 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-પ૬] | [ ૨૦૩ થઈને આવ્યા અને કહ્યું કે મુનિ અમે તમારી દવા કરીએ. મુનિ કહે-રોગનો કાળ પૂરો થયા વિના તમારાથી રોગ કેમ ટળે? પોતાને શક્તિ-લબ્ધિ પ્રગટેલી હતી. થુંક લગાડતાં કોઢ મટી જાય તેવી લબ્ધિ હતી. દેવને કહ્યું કે તમે પૂર્વના પ્રારબ્ધ કર્મને ફેરવી શકો છો? દવે ના પાડી. પૂર્વે ભૂલ કરીને આશાતાવેદનીયકર્મ જે જે પ્રકારે બાંધેલાં હતાં તે તે પ્રકારે દેહમાં વ્યાધિ જણાવાની હતી, પણ તેથી આત્માને શું? કાંઈ નહિ. માટે રોગ છે તે આત્માને શેયમાત્ર છે. રોગ થાય તો રાગ ટાળી ન શકું એમ જેણે માન્યું તેણે દેહ અને આત્માને એક માન્યો છે. પ્રશ્ન :- આવો પવિત્ર આત્મા કેમ ભૂલે છે? ઉત્તર :- જીવે અનાદિકાળથી પરને પોતાનું માન્યું છે. પ્રથમ શુદ્ધ અવસ્થાપણે હતો એમ નથી; અનાદિથી બંધઅવસ્થા છે. દ્રવ્યસ્વભાવે, શક્તિરૂપે દરેક આત્મા શુદ્ધ છે, નિર્મળ છે, પણ ભૂલવાળી અજ્ઞાનાવસ્થાપણે રાગ-દ્વેષ-મોહ-મમતાનો કર્તા થાય છે, તે પોતાના જ્ઞાનમાં ઊંધી માન્યતા કરે છે. પરમાં મારાપણાની બુદ્ધિ કરી છે, તે કારણે અજ્ઞાનરૂપ થઈને સંસારમાં રખડવું અનાદિકાળથી છે, તેમાં પોતે સદાય એવો ને એવો નિત્ય છે, શક્તિરૂપે શુદ્ધ જ છે. કોઈના શરીરમાં વ્યાધી ન હોય અને દુઃખ ન દેખાય એવી રીતે મરી જાય, તેથી તે ધર્માત્મા હતો એમ નથી. કોઈ મહા મિથ્યાત્વી-અજ્ઞાની હોવા છતાં જરાય દુઃખ દેખાય નહિ એવી રીતે મરી જાય છે. મરણ વખતે અશાતા ન હોય છતાં મહા ભૂંડા ભાવ હોય અને મરીને નરકે જાય છે, કારણ કે અંદરમાં અનંતે આર્તધ્યાન કર્યા જ કરતો હોય છે, મહા મમતાથી ભરેલો છે. કોઈ બહારથી શાંત દેખાતો હોય, પણ જેની દૃષ્ટિ ઊંધી છે, અજ્ઞાનભાવ છે, તેને કાંઈ ધર્મી ન કહેવાય. ગજસુકુમાર બાળવયે જ્ઞાન-ધ્યાનમાં બેઠા હતા; માથે અગ્નિ ભર્યો, પણ આત્મા ચિદાનંદ જ્ઞાતા પવિત્ર શાંતસ્વરૂપ છે તેથી તેમણે માન્યું કે દેહ દેહમાં (જડમાં) અને અગ્નિના પરમાણુ અગ્નિમાં; તેમાં આત્માને શું? તેઓ શુક્લધ્યાનની શ્રેણી માંડીને, આત્મજ્ઞાનની ઉજ્જવળ દશા પ્રગટ કરીને, નિર્વાણ પામ્યા. આખી ખોપરી બળી ગઈ તેમાં આત્માને શું? જેમ ઘરનો મંડપ બળી જતાં આકાશ બળતું નથી, તેમ આત્મભાન વર્તે છે તેને દેહની અશાતા લાગતી નથી. પુરુષાર્થ મંદ હોય તોપણ દેહમાં મમત્વબુદ્ધિ ન કરે. જે થાય તે જાણે, કદાપિ ધર્મામાને મૃત્યુ વખતે અશાતા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #230 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વેદનીયનો ઉદય હોય, મરતી વખતે અસાધ્ય જેવું દેખાય, છાતી ભરાઈ જાય ત્યારે પણ તે તો જાણે કે પરમાણુનો યોગ એમ જ હોય. જ્ઞાતા આનંદમાં ઝૂલતો, સ્વરૂપસ્થિતિમાં જ ટકતો, શાંતિ અને આનંદમાં દેહ છોડે, તે જ ભવે તે મોક્ષે જાય, અથવા એક-બે ભવ પછી જાય. દેહના દુઃખે હું દુઃખી, અને દેહની સગવડતાએ હું સુખી, દેહની અનુકૂળતાએ ધર્મ કે ધર્મસાધન થાય, એમ માનવું તે મહા ભ્રમણા છે. દર્શનમોહ મિથ્યાત્વ છે. શરીર નિરોગી હોય તો ધર્મસાધન સારું થાય, એવી માન્યતા મિથ્યાષ્ટિ છે. તેમને આત્માની શ્રદ્ધા જ નથી. મુખથી કહે કે હું મારો નથી, એ નાશવંત છે, હું તો અવિનાશી છું પણ અભિપ્રાયમાં જેને દેહાત્મબુદ્ધિ છે, તેની ભાષા અને ભાવ છૂપા રહેશે નહિ. માટે સારાં નિમિત્ત હોય, બહારની મનમાની સગવડ હોય તો ધર્મસાધન ઠીક થાય, એ મિથ્યામાન્યતા કાઢી નાખવી અને તત્ત્વ જેમ છે તેમ સમજવાનો પુરુષાર્થ કરવો. પ૬. હવે જડ, ચેતન ત્રણે કાળે ભિન્ન જ છે. એમ કહે છે : જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રય ભાવ. ૫૭. આત્મા જ્ઞાતા-દ્રષ્ટા અરૂપી છે. તેનો ચૈતન્યસ્વભાવ છે, તે નિર્મળ શાંતમૂર્તિ ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે; દેહાદિ જડ પદાર્થો તેનાથી તદ્ન ભિન્ન છે. ત્રણે કાળ જડ તે જડ છે, અજીવ છે, અચેતન છે અને આત્મા જ્ઞાતા ચૈતન્ય છે. તે બેઉની અવસ્થા એક ક્ષેત્રમાં દેખાવા છતાં તેના લક્ષણ જુદાં જુદાં છે. જે ક્ષેત્રમાં આત્મા છે, તે ક્ષેત્રમાં આઠ જડકર્મના પડદા (-આવરણ) પણ છે. તેની ક્ષણે ક્ષણે દશા બદલાય છે. તેમાં કર્તુત્વ-મમત્વ વડે સંકલ્પ-વિકલ્પ જન્મ પામે છે. દેહાદિની ક્રિયા થાય છે તે જ હું છું એમ અજ્ઞાની જીવ ભૂલ કરે છે. તે અવસ્થા ક્ષણિક હોવાથી ક્ષણે ક્ષણે નાશ પામે છે પણ, “જે હોય તે જાય નહિ અને જે ન હોય તે નવું થાય નહિ એ ન્યાયે આત્મા નિત્ય ટકી રહે છે. દેહ, સંકલ્પ-વિકલ્પ તથા પૂર્વ અવસ્થા પલટી જાય છે, તે આત્મા સાથે નિત્ય રહેનારાં નથી. આત્મા સર્વ દોષ, આઠ કર્મનાં આવરણ અને દેહાદિ રજકણોથી છૂટો પડી મોક્ષમાં જાય છે અને કર્મનાં રજકણો તથા દેહનાં રજકણો બીજી અવસ્થાને ધારણ કરે છે. જગતમાં જડ પરમાણું અનંતા છે, તે સત્ છે, વસ્તુ છે, પદાર્થ છે અને તેનાથી ભિન્ન ચૈતન્યદ્રવ્ય છે. “કયારે કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ” એ મહાન સિદ્ધાંત છે. પદાર્થોનું અવસ્થાંતર થાય છતાં તે પોતાની સ્વસત્તા છોડે નહિ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #231 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫૭] [૨૦૫ એક વસ્તુ બીજી વસ્તુનું કારણ થાય નહિ. મોક્ષદશા થાય છતાં એક આત્મા બીજા આત્મામાં કે જડ તત્ત્વમાં ભળી જાય નહિ જડ અને ચેતન-બન્ને દ્રવ્ય ત્રિકાળ, ભિન્ન ભિન્ન રહે છે. કોઈ કાળે જેમાં જાણવાનો ગુણ નથી તે જડ અને જેનો સદાય જાણવાનો સ્વભાવ છે તે ચૈતન્ય એવો બેઉનો કેવળ જુદો સ્વભાવ છે. લોકો મુખથી કહે છે કે દેહથી આત્મા જુદો છે, પણ વસ્તુનો સ્વભાવ જેમ છે તેમ બરાબર સમજે તો આત્મસ્વરૂપનો નિર્ણય થાય. દેહાદિની મમતા છોડ્યા વિના અને પરમાર્થનો પ્રેમ થયા વિના પદાર્થનો નિર્ણય થતો નથી. તત્ત્વજ્ઞાન લોકોને અઘરું પડે છે, તેથી પોતાના સ્વચ્છેદે જેમ ઠીક લાગે તેમ માને છે, પરનો આશ્રય લઈને સંતોષ માને, એટલે કાં તો ઈશ્વર કર્તા માને, કાં તો જડ અને જીવનું એકપણું માને, કાં તો રાગ-દ્વેષ અને સંકલ્પ-વિકલ્પને પોતાનું સ્વરૂપ માને; એમ પોતાને ઇષ્ટ લાગે તેમ માને; પણ જ્યાં લગી જાત મહેનતથી અતીન્દ્રિય જ્ઞાનનો પુરુષાર્થ યથાર્થ વિધિવડે ન કરે; ત્યાં લગી રખડવાનો દોષ અને દુઃખ ટળે નહિ. સાચું જાણે તો ભ્રમણા રહે નહિ. આત્મા કેવળ જ્ઞાનસ્વરૂપ છે એવો એકવાર ચોક્કસ યથાર્થપણે નિર્ણય થાય તો એક ક્ષણના પુરુષાર્થથી અનંત ભવનાં જન્મ-મરણનો છેડો દેખાય, નિઃસંદેહ ખાતરી થાય. અંદરથી પોતાને સાક્ષી આવે કે મારે હવે ભવભ્રમણ નથી; જ્યાં ત્યાં પૂછવા જવું પડે નહિ, સત્નો યથાર્થ નિર્ણય કરે તો માર્ગ મળે અને સાધ્યની ઓળખાણ થતાં તે રસ્તે ચાલવા માંડે. ભાવનગર કેવું છે, કેમ પહોંચાય, તે જાણ્યા વિના અંધપણે ચાલે તો જરૂર હેરાન થાય. બહારનું તો જ્યાં ત્યાં પૂછયે ઠેકાણું મળે, પણ આ તો લોકોત્તર માર્ગ, અતીન્દ્રિય સ્વરૂપ તેને જાણવાની વિધિ અનેરી છે. તેનો નિર્ણય પોતાની તૈયારીથી થઈ શકે છે પણ બાહ્ય સાધનથી આત્મા ઊઘડતો નથી. વસ્તુસ્વભાવ જાણ્યા વિના, બીજા વિપરીત સાધન જે દેહ, મન, અને વાણીને ગમે તેમ કેળવે પણ તે બધાં સાધન નિષ્ફળ છે. બીજું કરે તો બીજું થાય. જડભાવનો કર્તા થઈ પુણ્યપરિણામ કરે તો જડભાવથી જડ ફાટે. માટે અપૂર્વ તત્ત્વની ખોજ કરો અને જાગો. આ કાળે પણ એક કે બે દેહ કરી આત્મા કર્મઉપાધિથી સર્વથા મુક્ત થઈને પોતાના સ્વાધીન મોક્ષસ્વરૂપને પુરુષાર્થથી અવશ્ય પામી શકે છે. વર્તમાનકાળે તેની સાક્ષી, પ્રતીતિ અને અનુભવ થઈ શકે છે માટે પ્રથમ જડ-ચેતનની જુદાઈ જાણવા માટે વસ્તુસ્વભાવ જેમ છે તેમ પોતાના નિર્ણયથી જાણો. જડ અને ચેતન એ ત્રણે કાળમાં દ્વિભાવપણું છોડી એકપણું પામે નહિ. પ્રશ્ન :- મોક્ષમાં જીવ કેવી રીતે રહે છે? ઉત્તર :- બધા આત્મા સદાય જુદા છે, કારણ કે એકને રોગ થાય તો બીજાને થતો નથી, તેમ જ એક મોક્ષમાં જાય ત્યારે બીજા જતા નથી. રૂપીઆનું વજન અને કિંમત બધા રૂપીઆમાં સમાનપણે છે, પણ સંખ્યાપણે બધા જુદા જુદા છે, એક તે બીજો નથી; તેમ મોક્ષમાં જાય ત્યાં પણ એક થાય નહિ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પરમાણુ પુદ્ગલ પણ સ્વતંત્ર જડ પદાર્થ છે, તેથી જીવ ચૈતન્યનું ત્રિકાળ જુદાપણું છે; એમ બેઉ દ્રવ્યનું જુદાપણું-તભાવ છે તે કદી એકભાવ થાય નહિ. પ૭. ૪૮ મી ગાથામાં કહ્યું હતું કે આત્મા જ નથી તો મોક્ષ કયાંથી હોય? તેનો છેલ્લો જવાબ કહે છે કે : આત્માની શંકા કરે, આત્મા પોતે આ૫; શંકાનો કરનાર તે, અચરજ એહુ અમાપ. ૫૮. વિચાર કરીને સમજવાને નવરા થાય, વિચારપૂર્વક પ્રશ્ન કરે તો સમજાય ને? તત્ત્વ શું છે, વસ્તુસ્વભાવની પ્રતીતિ કેમ થાય, તેની રીતે સમજવા માગે તો સમજાય. જાણવા માટે પ્રશ્ન કેમ કરવા તે માટે પણ વિચાર-મનન જોઈએ. પોતાની તૈયારી વિના કોઈ મફત આપી શકે તેમ નથી. પાત્રતા વિના વસ્તુ નાખશો શેમાં? માટે પ્રથમ વિચારદશા કેળવવી જોઈએ. ખરેખર જુઓ તો પોતે જ સાધન અને પોતાની પૂર્ણ શુદ્ધતા તે સાધ્યદશા છે, એટલે પરમાર્થે આત્મા પોતે સાધ્ય છે, તેમાં પ્રવેશ કરે તો વિચાર, મનન, સત્સમાગમ અભ્યાસ અને શ્રવણ એને સાધન કહેવાય છે. પ્રથમ આ સમજણ કરવાની છે. સમજવા માટે વિચાર-મંથન કરે અને અંતરની શંકા કરે કે “એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય” અને સમજવાને ધીરો થાય, તો તેને સમજાવનાર નિમિત્ત ઉપકારી થાય. તૈયારી પોતાની જોઈએ. અહીં કહે છે કે જાણનારો પોતે સળંગ ઊભો છે. તેને શંકા પડે છે કે હું છું કે નહિ? જેમ ઓરડામાં કોઈને જોવા મોકલ્યો અને કહ્યું કે તે ઓરડામાં કોણ કોણ છે તે જોઈ આવો. આવીને તે જવાબ આપે છે કે ત્યાં કોઈ નથી. શેઠે ફરીથી કહ્યું કે મારે કોઈનું કામ છે, ત્યારે નોકરે ફરીને જવાબ આપ્યો કે ત્યાં કોઈ નથી. કોઈ નથી એવું નક્કી કોણે કર્યું? પોતે શંકા કરે અને શંકાનો કરનાર તેને જ ભાળતો નથી એ નવાઈની વાત છે. એક ગુરુએ શિષ્યને કહ્યું કે, કોઈ ન ભાળે તેમ આ રૂપિઆની થેલી છે તેને દાટજે. શિષ્ય ગયો અને દાટી આવ્યો, આવીને ગુરુને કહે છે કે મેં કોઈ ન ભાળે તેમ તે વસ્તુ દાટી છે. ગુરુ કહે કોઈને તેની ખબર નથી ને? ઉત્તર- ના. ગુરુ કહે-તને ભૂલીને દાટવાનું મેં કયારે કહ્યું હતું? એમ આત્મા દરેક ક્ષણે સાક્ષીપણે હયાત છે, છતાં તે પોતે નથી એમ માનવું તે કેટલી નવાઈનીઅચરજની વાત છે. આત્મા છે તેમ ઘણા જીવો માનતા હોય છે પણ તે કેવો છે, કેવો નથી તેની કાંઈ પ્રતીતિ તેમને નથી. તેઓ કહે છે કે આપણે તો અજ્ઞાની છીએ, આપણને કાંઈ આવડે નહિ. મોં-માથે હાથ ન આવે. પણ ભાઈ રે! એ વાત નક્કી કરી તેની ખબર કોને પડે? પરનો નિર્ણય પોતે કરે અને કહે કે આત્માનો નિર્ણય થઈ શકતો નથી, પણ મધ્યસ્થપણે, ધીરજથી ઊંડી વિચારણા કરે તો પોતાને આત્મા જણાય તેમ છે. પોતે તો જાગતો અનંતજ્ઞાની છે. તે સ્વભાવને ઉઘાડી શકે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #233 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૫૯] [૨૦૭ પોતાની જાતની વાત છે. અહીં શ્રીગુરુ કહે છે કે ઊંધાઈથી શંકા કરીને તું કહે કે આત્મા જ નથી, જાણનારો જ નથી. જો કોઈ કહે કે “મારી માતા વંધ્યા છે” તો તેની મશ્કરી થાય છે, તેમ “હું નથી” એવી તારી બુદ્ધિ વિષે અમાપ અચરજ થાય છે. આત્માની ઝીણી વાત અમારાથી સમજાય નહિ, તેમ કહેનારા પણ બધા આશ્ચર્યરૂપ છે. હવે શિષ્ય કબૂલવાની ભાષાએ બીજી શંકા કરશે. આત્મા છે તે તો નક્કી થયું, પણ હવે નિત્ય છે કે કેમ? તેની શંકા કહેશે. આપે જે જે ન્યાય કહ્યા તેને મેં ખ્યાલમાં રાખ્યા છે તેમ પણ તે કહેશે પણ અહીં તો લોકોને રોજ સાંભળવું અને ઘેર જઈને કાંઈ વિચાર-મનન કરવું નહિ, ભૂલી જવું. ૫૦-૬૦ વર્ષો સુધી સામાયિક-પડિક્કમણાના નામે પથરણાં ફાડ્યાં, ધર્મક્ષેત્ર સેવ્યાં, છતાં આવા પ્રશ્નો કરીને સને સમજવાની ધગશ કોઈએ કરી ? શિષ્ય એવા હોવા જોઈએ કે બરાબર એકાગ્રતાથી જે ન્યાય આવે તેને પકડી શકે અને તેને અધિકપણે સમજવા માટે પ્રશ્ન કરે. આભા છે અને નિત્ય છે એમ ઔધિક રીતે ઘણા વાતો કરે છે, પણ વિચાર દ્વારા જાતે નિર્ણય કરનારા બહુ થોડા હોય છે. શાસ્ત્રો વાંચે, પણ નિર્ણય ન કરે કે આમ જ છે અને તે આ ન્યાયથી છે. શ્રીમદે પોતે જ શિષ્યની જિજ્ઞાસાની આબેહૂબ રચના કરી છે, અને હૃદયમાં આરપાર ઊતરી જાય તેવી હૃદયવેધક ભાષામાં સંવાદ રચ્યો છે. ૫૮. [ તા. ૨૧-૧૦-૩૯] હવે, આત્માની નિત્યતાની શંકા કરતાં પહેલાં “આત્મા છે' એમ બતાવનારા ન્યાયનો પોતે અંતરમાં વિચાર કર્યો છે એમ શિષ્ય જણાવે છે: આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯. આપે જે “આત્મા છે” તેના પ્રકાર કહ્યા તેનો અંતરથી વિચાર કરવાથી “આત્મા છે' તેમ મને જણાય છે. એમ શિષ્ય જણાવે છે. આપે આપેલા ન્યાયોને ઓળખીને મેં તેનું બહુમાન કર્યું છે અને મારા પોતાના ઉપાદાનની જાગૃતિથી “આત્મા છે' એમ મેં અંતરમાં વિચાર કરી નિર્ણય કર્યો છે. મારા આત્મામાં ભળીને મેં નિર્ણય કર્યો છે માટે હવે અન્ય શંકા થાય છે તે દૂર કરવાનો સદુપાય બતાવો. અવિનાશી આત્મા છે એમ વાતો ઘણાય કરે છે, પણ અનિત્ય વસ્તુ પ્રત્યેનો પ્રેમ તો ઘટતો નથી. તેઓ ઘણાં શાસ્ત્રો વાંચતા હોય તેથી શું? તેમણે આત્માને નિત્ય જાણ્યો જ નથી, કેમકે સંસારમાં તેમને પ્રેમ વર્તે છે. સત્ની ઓળખ નથી ત્યાં લગી પોતાનું નિત્યત્વ ભાસ્યું જ નથી. ૫૯. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #234 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૮] [ ભગવાનશ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા હવે અહીં શિષ્ય બીજી શંકા રજુ કરે છે : બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેશ્યોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬). આગળ આવશે કે આત્મતત્ત્વના નિર્ણય માટે તથા સત્ની પ્રાપ્તિ માટે ખરું ઔષધ, વિચાર અને ધ્યાન છે. ઘણા જીવો પ્રશ્ન પૂછતાં અચકાય છે અને શંકાનું સમાધાન કરતા નથી. અમારી કિંમત ઓછી અંકાશે,” એવા માનમાં રહી પૂછી શકતા નથી, તેમ વિચાર પણ કરતા નથી. પણ અહીં તો શ્રીગુરુ કહેશે કે : “ષ પદના ષડ્મશ્ન તે પૂછયા કરી વિચાર, તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.” અહીં તો ક્રમબદ્ધ વિચારણાથી પ્રશ્નો કર્યા છે. એ ઉપરથી પ્રશ્નકાર કેવા હોવા જોઈએ તે સમજવાનું છે. અહીં શિષ્યની શંકા છે કે જેમ ઘડિયાળ આદિ સંચાની ગોઠવણી થતાં તે ચાલવા માંડે છે, તેમ આત્મા દેહના સંયોગે ઊપજે અને દેહના નાશથી નાશ થતો હોય તો? ત્રણે કાળ “આત્મા” પદાર્થ રહેતો હોય એમ મને જણાતું નથી. ઘણી વસ્તુઓ ભેગી થવાથી દારૂ નામના પદાર્થમાં માદકતા થાય છે; તેમ ઘણા જડ પદાર્થો ભેગા થવાથી સંયોગી રસાયન તરીકે આત્મા થઈ જતો હોય તો? એમ દલીલો કરીને પોતાની શંકા ગુરુ પાસે જાહેર કરી સમાધાનની માગણી કરે છે. ૬૦ હવે શિષ્ય “નિત્યતા” ની શંકાનાં બીજા કારણો જણાવે છે: અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહિ, આત્મા નિત્ય જણાય. ૬૧. આત્મા છે એમ તો અમે માનીએ; દેહ ઇન્દ્રિયોથી જુદો છે, જાણનારો છે, એ તમારી વાત સાચી; પણ દેહનો નાશ થયા પછી કોઈ જીવ મને કહેવા આવતો નથી કે “અમે છીએ.” વળી ક્ષણે ક્ષણે શુભાશુભભાવ-ઈચ્છા આદિ પરિણામ થઈને નાશ પામે છે. કોઈ વાર તીવ્ર લોભ, કોઈ વાર ઉદારતા, કોઈ વાર ક્રોધ, કોઈ વાર ક્ષમા એમ વસ્તુ બદલાઈ નાશ થઈ જાય છે, તેથી વસ્તુ નિત્ય લાગતી નથી, પણ ઉત્પત્તિ અને લય થયા જ કરે છે. આ બૌદ્ધ દર્શનની માન્યતા છે, પણ એ પક્ષ એકાંતી છે. જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ જ્ઞાનથી કહે છે તે યુક્તિ, ન્યાય અને અનુભવથી સિદ્ધ છે. આત્મા નિત્ય ટકતો બદલાય છે. દ્રવ્ય નિત્ય છે અને પર્યાયે પલટાય છે, એ ન્યાય આગળ આવશે. અહીં શિષ્ય કહે છે કે ગુણ વખતે આત્મા બીજો અને દોષ વખતે બીજો, ક્રોધ વખતે બીજો અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #235 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૨ ] [ ૨૦૯ ક્ષમા વખતે બીજો એમ હોય તો ? માટે નિત્યપણું જણાતું નથી; આનો કાંઈ સાચો ઉપાય હોય તો જણાવો. શ્રી સદ્ગુરુ કહેશે કે દરેક આત્મા સ્વતંત્ર છે અને નિત્ય છે. ૬૧ દેહ માત્ર સંયોગ છે, વળી જડ, રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? ૬૨ “ દેહયોગે ઊપજે, દેહવિયોગે નાશ ” તે ૬૦ મી ગાથાના ઉત્તરમાં ગુરુ શિષ્યને કહે છે કે તને એમ નથી લાગતું કે આત્મા સહજ સ્વભાવી અને અનુભવરૂપ છે ? લક્ષણ બે પ્રકારનાં છે. તેમાં એક સંયોગી નિમિત્તરૂપ અનાત્મભૂત અને બીજું તાદાત્મ્યસંબંધરૂપ આત્મભૂત. દેહ છે તે તો માત્ર ૫૨માણુનો સંયોગ છે. દેહ તો અનંત-અનંત રજકણોના સંયોગવાળી અવસ્થા છે. તે આત્માથી ભિન્ન છે, એ તો કહેવાઈ ગયું છે. અનંત સૂક્ષ્મ ૫૨માણુઓ ૫૨સ્પ૨ સ્વભાવે ચોંટીને દેરૂપે પિંડપણું પામ્યા છે, તેનું નામ શ૨ી૨ કહેવાય છે તેનો આત્મા સાથે સંયોગીસંબંધ માત્ર છે. મૃત્યુ વખતે આત્મા જ્યારે જાય છે ત્યારે તેની સાથે દેહનું જવું થતું નથી. ચૈતન્ય-જીવપણું જે દેહમાં દેખાતું હતું તે મૃત્યુ પછી જણાતું નથી. જાણનાર તો ચૈતન્ય છે. તે તો અરૂપી એટલે વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ રહિત છે. દેહ છે તે તો વર્ણ, ગંધ, રસ સ્પર્શ સહિત છે અને તે જડરૂપ દેખાય એવો મૂર્તિક છે; વળી દેહ જ્ઞાનનો વિષય ( જ્ઞેય ) છે. તે જડ પદાર્થ અતીન્દ્રિય ચૈતન્યની ઉત્પત્તિ અને નાશને કેમ જાણી શકે? આ દેહ તે મારો નથી, તે ક્ષણિક છે અને હું અવિનાશી છું, એટલી વાતનો દૃઢ નિર્ણય ક૨ે તો દેહની અનંતી મમતા છૂટી જાય છે અને નિંદા, સ્તુતિ, રાગ, તૃષ્ણા, કષાયાદિની રુચિ ટળી જાય છે. લોકો પોતાથી આટલો પણ નિર્ણય ક૨તા નથી. દેહનો નાશ થયે જીવનો નાશ થાય છે એમ માને છે. વળી કેટલાક કહે છે કે દેહમાંથી જીવ ગયા પછી ઘ૨બા૨, રૂપિઆનું ગમે તે થાય, મર્યા પછી “ ગોલણ ગાડાં ભરે.” વળી કેટલાક માત્ર કહે છે કે દેહ નાશવંત છે. તેવી તેની વાત સાચી છે, પણ તેમનો ભાવ સાચો નથી, કારણ કે આત્મસ્વરૂપ પોતાથી સ્વાધીન નિત્ય છે, એમ જેણે ચોક્કસ જાણ્યું હોય તેને ૫૨વસ્તુમાં ક્ષોભ, મમતા, બંધન થાય નહિ. અહીં શિષ્યને તર્ક અને ન્યાયથી જ્ઞાની કહે છે કે “હે શિષ્ય ! દેહનાં ઉત્પત્તિ અને નાશને તેં જાણ્યાં કેવી રીતે! નાશ પામનારો નાશ અને ઉત્પત્તિને જાણી શકે નહિ. તે ઊપજતી-વિણસતી અવસ્થાને જાણનારો કેવો છે, તેનો અનુભવ કોને થાય છે તે કહે છે. જે રજકણો જડ અને રૂપી છે, તેમાંથી ચેતનની ઉત્પત્તિ થવા યોગ્ય નથી અને તેના વિયોગે ચેતનનો નાશ પણ થવા યોગ્ય નથી. આ ન્યાય બહુ બળવાન છે. કા૨ણ કે જે જે ૫૨માણુ-૨જકણની અવસ્થા છે તેમાં ચેતનપણું-જાણપણું નથી. તેનાથી ચેતનની ઉત્પત્તિ થઈ શકે નહિ. જો દેહમાં જીવતત્ત્વનું ભળી જવું થતું હોય તો જડમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #236 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૦] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ચેતનની કોઈ અવસ્થા થવી જોઈએ પણ આયુષ્ય પૂરું થયે દેહના કોઈ અંગમાં જીવત્વ દેખાતું નથી. જાણનાર ગયા પછી શરીરને છેદો, કાપો, મારો છતાં કોઈ તેમાં જાણનાર નહિ હોવાથી દેહને ખબર પડતી નથી. શરીરને પ્રહાર કરવામાં આવે અને શરીર પ્રત્યે રાગ ન હોય તો આત્માને કંઈ દુઃખ થતું નથી; જેમ આકાશમાં પ્રહાર કરો તો આકાશને કાંઈ દુઃખ થતું નથી તેમ જ્યારે દેહમાં ચેતન આત્મા હોય ત્યારે તે શરીરની મમતા, રાગ-દ્વેષ કરે તો જીવને દુઃખની લાગણી થાય છે. જીવ જડ સ્થૂળ રૂપી પદાર્થોમાં ભળી ગયો નથી ભળી ગયો હોય તો મૃત્યુ પછી દેહમાં જીવત્વ જણાવું જોઈએ. બૌધ દર્શનની માન્યતા છે કે વસ્તુ નાશવાન છે; પણ અહીં તો એમ કહેવું છે કે જેને આત્મા અવિનાશી છે એવી યથાર્થ શ્રદ્ધા નથી તે બૌદ્ધ જ છે, મિથ્યાષ્ટિ છે. જેને બાહ્ય પદાર્થ ઉપર રતિ-અરતિ થતી હોય, અને પુત્ર, સ્ત્રી, લક્ષ્મીનો નાશ થયો એમ દેખાતાં શોક થાય છે અને સંયોગે હર્ષ પામે છે તે અજ્ઞાની છે, બૌદ્ધ છે. અહીં તો શિષ્ય સમજીને પ્રશ્ન કરે છે તેને ગુરુ યથાર્થ ન્યાયથી સમજાવે છે કે તું એમ કહીશ કે દેહના સંયોગથી જીવની ઉત્પત્તિ થાય અને દેહ નાશે જીવનો નાશ થાય, તો તે કોણે જાણું? તે અનુભવ કોને થયો? માટે દેહ પહેલાં પણ જે હતો અને દેહ પછી પણ જે છે તે અનુભવ સ્વરૂપ આત્મા નિત્ય છે, જાણનારો છે; તે નિત્ય જાણક છે, ઊપજવું અને નાશ પામવું એ બેને લક્ષમાં લેનારો નિત્ય ધ્રુવ છે. ગયા માસની વાત આ માસમાં યાદ રહે છે અને એક માસ પછી દિવાળી પર્વ આવશે તેની ખબર છે. આ ભૂતકાળ અને ભવિષ્યકાળ એમ બેઉ પૂર્વ અને પશ્ચાત કાળનો એક સેકન્ડમાં નિર્ણય કરનાર નિત્ય છે. તે સ્મૃતિનો અનુભવ ટકાવી રાખે છે. દરેક ક્ષણે અને પળે ત્રિકાળપણું બતાવે છે. પરમાણુની ક્રિયા તો ક્રમે ક્રમે થાય છે અને જ્ઞાન તો ક્ષણમાં ઘણાં કાળનો વિચારસ્મરણ કરી શકે છે. બે વર્ષનું બાળક પણ એક વાર અગ્નિથી દાઝે તો તે અગ્નિને ફરી અડવાથી ડરે છે અને સ્મરણ ટકાવી રાખે છે. માટે જાણવું તે આત્માનો નિત્ય સ્વભાવ છે. જેનો જે સ્વભાવ તે સદાય ટકી રહે. જડ પદાર્થ એક સૂક્ષ્મ પરમાણુ છે, તે પણ ત્રિકાળ તેની સત્તામાં ટકી રહેનારો નિત્ય છે. જે હયાતીવાળો પદાર્થ છે તે કોઈ કાળે ન હોય તેમ ન બને. “એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોઈ.” નિત્ય એવા પદાર્થની ક્ષણે ક્ષણે અવસ્થા બદલાય છે પણ વસ્તુ તરીકે તે ટકી શકે છે. તો જેનું ચૈતન્ય લક્ષણ છે, જે લક્ષણ જડ પદાર્થમાં નથી તે સ્વતંત્રપણે કેમ ન ટકી રહે? માટે શ્રીગુરુ કહે છે કે જીવની અવસ્થા હર્ષ, શોક, રતિ, અરતિ, દયા, ક્ષમા અને ક્રોધપણે જણાય છે, પણ તેને જાણનારો નિત્ય ટકતો છે, ધ્રુવ છે. આનંદઘનજી કહે છે કે “સ્થિરતા એક સમયમાં ઠાણે ઊપજે વિણસે તબહિં, ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે યા હુમ સુનીહિં ન કબહિં. અબધુ નટનાગરકી બાજી.” Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #237 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૧૧ આત્મામાં અવસ્થાદૃષ્ટિએ જોઈએ તો ક્રોધનો નાશ અને ક્ષમાની ઉત્પત્તિ થાય છે અને આત્મા ચૈતન્યસત્તા ધ્રુવ-નિત્ય રહે છે; એમ ક્ષણે ક્ષણે સમય સમયવર્તી પૂર્વ અવસ્થાનો નાશ અને ઉત્ત૨ ( નવી ) અવસ્થાની ઉત્પત્તિ છે અને જાણનાર જ્ઞાતા ચૈતન્યસત્તા નિત્ય ધ્રુવ છે. આ ન્યાય યથાર્થ સમજાય તો ત્રણ લોક, ત્રણકાળમાં પોતાનું સતપણું છે એમ દૃઢ થઈ જાય. આ બધું સમજવા માટે પોતાની તૈયારી જોઈએ. ક્રોધના પરિણામ થતાં ત્યાં જાણ્યું કે આ ઠીક નથી, પછી ક્ષમા ધારણ કરી. બેઉ અવસ્થામાં પોતે ટકી રહ્યો. તે અવસ્થા પલટવામાં વચ્ચે કોઈની સહાય ન આવી. જો દેહના કા૨ણે સમતા રહેતી હોય તો દેહ તો જ્ઞાની મુનિ અને શાની ગૃહસ્થને પણ છે, છતાં બન્નેને સમતા સ૨ખી રહેતી નથી. પોતાના અનુભવથી પ્રત્યક્ષ દેખી શકીએ છીએ કે ક્રોધ ટાળી ક્ષમા કરવામાં બીજાનો આધાર રાખવો પડતો નથી. ક્ષમાસ્વભાવ ટકાવી રાખવામાં દેહ ના પાડી શકે નહિ. આત્મા નિત્ય અવિનાશી છે એવી જેને પ્રતીત હોય તેને અનિત્ય વસ્તુ પ્રત્યે પ્રેમમોહ ન થાય. તે ૫૨વસ્તુનો-મન, વાણી, દેહનો કર્તા પોતાને માને નહિ. જડ વસ્તુનો સ્વામી ન થાય. માટે જ્યાં સુધી જીવનું નિત્યપણું જીવને યથાર્થપણે ભાણ્યું નથી ત્યાં સુધી તેણે વિચારવાનું છે. જો કદી એમ કહીએ કે ચેતનની ઉત્પત્તિ થવી અને નાશ થવો તે આત્મા જાણે, એટલે કે હું નાશ પામ્યો અને ઊપજ્યો એમ જાણે તો તે બોલના૨-જાણનાર મિથ્યા માન્યતાવાળો થયો; એ વચન અપસિદ્ધાંત થયું, કોઈ કહે કે–મારા મુખમાં જીભ નથી એવું થયું. ભાષાનું જ્ઞાન કરનારો નિત્ય છે; એમ જાણનારનું તો નિત્યપણું દેખાય છે. એમ આત્મા છે, તે નિત્ય છે એ ઘણા ન્યાયથી સિદ્ધ થાય છે. ૬૨ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૩] [ તા. ૨૨-૧૦-૩૯ ] ગાથા ૬૨મી નો સાર ગાથા ૬૩માં છે : જેનો અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ ૬૧મી ગાથામાં ન્યાય કહ્યો હવે ૬૩માં તેનો સિદ્ધાંત કહે છે. જેના અનુભવમાં ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે છે તે જાણનારો તેથી જુદો રહ્યા વિના કોઈ પ્રકારે તેને ઉત્પન્ન-લયનું જ્ઞાન સંભવતું નથી; અથવા ચેતનની ઉત્પત્તિ અને લય થાય છે, એવો અનુભવ કોઈને પણ થવા યોગ્ય નથી. સ્વપ્નમાં કોઈને પોતાના મૃત્યુનો ભાસ થાય છતાં જાગૃત થતાં તેમ જણાતું નથી. પહેલાનું ને પછીનું જ્ઞાન કરનારો તો પોતે નિત્ય જ છે. સમુદ્રનાં મોજાં ઊપજે છે ને વિણસે છે; પણ તેને દેખનારો ઉપજતોએ નથી ને નાશ પણ પામતો નથી. જાણનારો તો નિત્ય જ છે. જાણનારો તો તે બેઉ કાળને સળંગ જાણનારો છે. ૬૨ મી ગાથામાં ઉત્તર છે કે જે વખતે દેહનો નાશ થાય છે, તે વખતે Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #238 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૨] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જીવનો નાશ થતો હોય તો ગંભીર માંદગીના કાળે પોતાને લાગે કે હવે આ દેહ નહિ રહે, એવું જે અપ્રગટ ભાન છે તે અનિત્ય દેહને જાણનારો અનિત્ય કેમ હોઈ શકે? આ દેહ નહિ રહે એમ જાણું તેની સાથે જ એમ આવ્યું કે હું નિર્ણય કરનારો તો નિત્ય રહેનાર છે. અનિત્યનો નિર્ણય કરનાર અનિત્ય હોય તો બીજી ક્ષણે કોણે જાણ્યું કે પ્રથમ હું હતો. લોકો કહે છે કે આત્મા નિત્ય છે, પણ યથાર્થ યુક્તિથી, ન્યાયથી, અંતર વિચારણાથી તેઓ પોતાની નિત્યતાનો નિર્ણય કરતા જ નથી. જેને પોતાનું યથાર્થપણું ભાસ્યું હોય તેને રાગ-દ્વેષ અજ્ઞાન અને મમત્વભાવમાં ઠરવું ન હોય, અનિત્યમાં ઠરવું ન હોય, તેને જાતઅનુભવની જરૂર છે. ૬૩. હવે આત્મા નિત્ય પ્રત્યક્ષ છે એમ બતાવે છે - જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જે જે દેશ્ય પદાર્થો દેખવામાં આવે છે તે તે જાણનારના જોય છે, પર છે, તે તે સંયોગનું અનિત્યપણું દેખાય છે. સંયોગપણું વિચારતાં વિચારતાં ક્રમપૂર્વક ભેદ પડે છે, તેથી કાંઈ જાણનારો ભેદરૂપ થઈ જતો નથી. કાળની અવસ્થાનો ભેદ પડે છે, પણ ત્રણ અવસ્થામાં, સળંગપણે પર સંયોગને જાણનારો કોઈ સંયોગરૂપે નથી. સંયોગને જાણનારો અસંયોગી, સ્વાભાવિક પદાર્થ છે; કેમ કે કોઈ પણ સંયોગોમાંથી, ચેતનત્વ (અનુભવ ) ઉત્પન્ન થવા યોગ્ય નથી. આત્મા એ રીતે અનુત્પન્ન છે, અસંયોગી હોવાથી અવિનાશી છે. જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈ સંયોગને વિષે લય પણ હોય નહિ. અનાજ, ભોજન, આહારથી આત્માનું ટકવું નથી. ઘણા સંયોગોથી કોઈ જડ વસ્તુ, મકાન આદિની રચના થાય છે, વળી તે વિખરાઈને અન્ય અવસ્થારૂપે થઈ જાય છે, પણ તેમાંથી કંઈ ચેતન (જાણક) પદાર્થની ઉત્પત્તિ અને નાશ સંભવતો નથી. જે જે સંયોગો દેખાય છે તે તે સંયોગોની અવસ્થાને પલટતી (બદલતી) જોનારો પલટી જતો નથી; જાણવામાં ક્રમ પડે છે, પણ સળંગ અનુભવસ્વરૂપ પોતે નિત્ય છે. કોઈ કહે છે કે સંયોગથી જ્ઞાન થાય છે, તો તે વાત જpઠી છે. જો આત્મામાં જાણકશક્તિ ન હોય તો શું જડ પદાર્થ જ્ઞાનની શક્તિ આપી શકે? જો એમ હોય તો જ્ઞાન-સમજણ પરાધીન બને અને એવું માનવામાં ઘણા વિરોધ આવે. જાણનાર સંયોગને જાણે પણ સંયોગ કાંઈ જાણનારને જાણતા નથી. આત્મા બાળકના દેહમાં નાનો દેખાય છે અને દેહના ક્ષેત્રનો વિસ્તાર થવાથી આત્માના ક્ષેત્રનો વિસ્તાર થાય છે, પણ તે કાંઈ દેહના આધારે નથી. આયુષ્ય પૂર્ણ થતાં દેહનું અને જીવનું છૂટાપણું થાય છે પણ દેહમાં જીવત્વ જણાતું નથી. સ્વપ્નામાં પણ જિંદગીમાં નહિ જોયેલા પદાર્થ, ગામ, નગર અનેક ક્ષેત્ર વગેરે રચના જ્ઞાનમાં જણાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #239 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૧૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૫] પૂર્વ જન્મનાં સ્મરણો જણાય છે. આ બધું બતાવે છે કે અનુભવસ્વરૂપ આત્મા પરથી જુદો, અસ્પર્શ, નિત્ય છે. પરમાણુમાં સ્પર્ધાદિ રૂપી ગુણ છે. ચીકાશ, લૂખાશ, વર્ણ, ગંધ, રસ હોય છે, તે પદાર્થો ભેગા થતાં અસ્પર્શપણું નીપજી શકે નહિ સ્પર્શાદિ ભેગા થાય તો ઘણા સ્પર્શ થાય પણ તેનાથી અસ્પર્શ અરૂપી તત્ત્વ કેમ ઉપજે? માટે સંયોગભાવરૂ૫ ચેતન નથી. જેટલા પદાર્થો નજરે દેખાય છે તે બધામાં સ્પર્શ છે; તેમાં બંધન-પિંડ થવાનું કારણ લૂખાશ-ચીકાશ છે, તેવો સ્વભાવ તો પરમાણુ પુદગલમાં છે. જે જીવને પોતાના જ્ઞાનસ્વભાવનું ભાન નથી તે રાગ-દ્વેષ કરે છે, પરની ચીકાશની આસક્તિનો આરોપ પોતામાં કરે છે; રતિ-અરતિ, ઠીક-અઠીકપણું કરવારૂપ માન્યતા એ પરવસ્તુની ચીકાશનો સ્વીકાર છે. જીવમાં એવી યોગ્યતા છે કે પોતાના નિર્મળ જ્ઞાનગુણને વિપરીત પણે માની શકે છે, છતાં પરમાણુનો સ્વભાવ જે સ્પર્શાદિ છે તે રૂપ જીવ થઈ શકતો નથી; માટે અસ્પર્શી એવો આત્મા તે સંયોગના ભાવરૂપ સ્પર્શને પામતો નથી. સ્પર્શવાળી સંયોગી વસ્તુઓમાં જાણકભાવ નથી. સંયોગી પદાર્થ એવાં મન, વાણી, દેહ તે સ્પર્શરૂપે છે; આટલું જીવ જાણે તો અનુભવસ્વરૂપ આત્મા નિત્ય અને અસ્પર્શી છે એમ તે નિર્ણય કરી શકે. આ અંતર વિચારથી જાણવાનું છે; જેમ છે તેમ સમજવાનું છે. લોકોને નિમિત્ત, સંયોગ પ્રત્યે પ્રેમ હોવાથી તેના આશ્રયની રુચિ રહે છે. સંયોગ છે ત્યાં વિયોગ છે. પુદગલદ્રવ્યનું ગળવું અને મળવું તે જડ પદાર્થનો સ્વાભાવિક ગુણ છે સંયોગો ઉત્પન-લયવાળા જ હોય છે. આત્મા તેનાથી વિલક્ષણ છે. આત્મા સ્પર્શને પામતો નથી. તે રૂપ થતો નથી. આ ન્યાય જે જીવને યથાર્થપણે સમજાય, તેને નિર્દોષ જ્ઞાનદશા પ્રગટે. આમાં જડ અને ચેતનની જુદાઈનો ન્યાય આવી જાય છે. જીવ સ્પર્શાદિનો પોતામાં આરોપ કરે તો પરપ્રસંગમાં રોકાય. આત્માનો મોક્ષસ્વભાવ છે છતાં પર્યાયમાં બંધમાં અટકવાની યોગ્યતા છે. સંયોગી, સ્પર્શાદિ ગુણવાળાં પુદ્ગલમાં બંધસ્વભાવ છે અને જુદાં થવાની યોગ્યતા છે. આત્માનું લક્ષણ જડ પદાર્થથી વિલક્ષણ છે; આત્મા અવિનાશી, અસંયોગી, અનુત્પન્ન છે; તે નિત્ય અનુભવજ્ઞાયકસ્વરૂપ છે. હે શિષ્ય! તું તેને જાણ. અજ્ઞાની જીવ પરપદાર્થમાં રાગ, દ્વેષ, મમતા કરે છે અને સંસારના ક્ષણિક પદાર્થોની પલટાતી અવસ્થામાં હર્ષ, શોક, રાગાદિ કરે છે. પોતાને ભૂલી જઈને સંયોગી પદાર્થમાં પોતાની હયાતી માનવાનું કારણ પોતાનું અજ્ઞાન છે. લોકો મનન કરતા નથી. આ આત્મસિદ્ધિમાં અદ્ભુત રચના કરી છે. જુઓ તો ખરા ! જ્ઞાની કેવો પરમ ઉપકાર કરી ગયા છે. સરલ ભાષામાં, મર્મવેધક ભાવથી આત્માની એવી સિદ્ધિ કરી છે કે જેની કોઈ ના પાડી શકે નહિ. ૬૪ હવે જડથી ચેતન કે ચેતનથી જડ ઊપજે નહિ એમ બતાવે છે : જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. ૬૫ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #240 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જડ વસ્તુમાંથી જીવની ઉત્પત્તિ થતી નથી અને ચેતનથી જડની ઉત્પત્તિ થતી નથી. એકનું લક્ષણ અન્યરૂપે થાય એવો અનુભવ કોઈ જીવને ક્યારે પણ (ત્રણ કાળમાં) થાય એવું બનતું નથી. જડ વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શની અવસ્થાને ધારણ કરે છે અને તેના સંયોગથી થયેલ સ્થૂળ પિંડ ઇન્દ્રિયો દ્વારા દેખાય છે પણ તે દ્વારા આત્મા જાણી શકતો નથી. સંયોગો પલટે છે, અનેકપણું ધારણ કરે છે, પણ આત્મા નિત્ય, અવિનાશી, શાયક છે, જે છે તેનો નાશ થાય નહિ. જે સત્તા ચૈતન્યમૂર્તિ છે અને જે સત્તા જડરૂપ છે, તેનું અસ્તિત્વ પલટીને અન્યથા-અન્યસત્તારૂપે થવું કોઈ પ્રકારે સંભવતું નથી. ૬૫ હવે આત્મા અસંયોગી હોવાથી ભવિષ્યમાં પણ નિત્ય રહે છે એમ બતાવે છે :કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ આત્મા અનુત્પન્ન, અમિલન અને અનાદિ-અનંત છે; તેથી તે નિત્ય છે, તેની ઉત્પત્તિ કોઈ પણ જડ પ૨માણુઓના સંયોગથી થાય નહિ. પુનર્જન્મની ખાતરી વિષે સર્પનું દેષ્ટાંત આવશે. બીજા અનેક લક્ષણ પ્રગટ પૂર્વ જન્મની સાબિતી આપે છે. ઘણાને પૂર્વ જન્મના સુસંસ્કારનું સ્મરણ થાય છે. શ્રીમદ્ રાજચંદ્રે નાની ઉંમરમાં કાવ્ય કહ્યું હતું કે ‘લઘુવયથી અદ્ભુત થયો તત્ત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ-આગતિ કાં શોધ ?' હવે તત્ત્વ શોધવા જવું પડે તેમ નથી કે ભવભ્રમણ કરવો પડે તેમ નથી. પૂર્વ ભવના અપૂર્વ સંસ્કાર જાગૃત થયા તેથી જાણ્યું કે આ લોઢનો ધક્કો પૂર્વ પ્રયત્નનો છે. આત્મવીર્યનો ઉઘાડ એ ભૂતકાળની જ સંધિ બતાવે છે. ધર્મધ્યાનના ચાર પ્રકારમાં પણ નિત્યતાનો વિચાર છે. અહીં ધર્મધ્યાનના ચાર પ્રકારનું સ્વરૂપ કહેવામાં આવે છે. (૧) વીતરાગ આશાવિચાર-સાધકદશાનો વિચાર. હું વર્તમાન કેટલી ભૂમિકામાં છું, (૨) બાધકતાનો વિચાર વિશ્ર્વ કેટલું બાકી છે તે અને દુઃખનાં કારણોનો વિચા૨, (૩) વિપાકવિચાર-કર્મઉદયજન્ય કષાયભાવની અસ્થિરતા ટાળવાનો વિચાર, (૪) સંસ્થાનવિચા૨-કર્મોદયની સત્તાનો ક્યારે નાશ થશે અને મા૨ા શુદ્ધ આત્મદ્રવ્યનું પ્રગટ નિરાવરણ સંસ્થાન કેવા પુરુષાર્થથી પ્રગટ થશે. શુદ્ધ ઉપયોગની આકૃતિ સહિત અગુરુલઘુ ગુણની સ્વભાવઅર્થપર્યાય અને સ્વભાવવ્યંજનપર્યાયનો સ્વયંસ્થિર શુદ્ધ આકાર ક્યારે પ્રગટશે તેનો વિચાર તે નિત્યતાનો વિચાર છે. આ ૫૨માર્થ ધર્મધ્યાનનો વિચાર છે. [ તા. ૨૩-૧૦-૩૯ ] ૬૦મી ગાથાનો ઉત્તર ૬૬માં ચાલે છે કે કોઈ પણ સંયોગથી આત્મા ઉત્પન્ન ન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #241 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૭] [ ૨૧૫ થાય છતાં તેને ઉત્પત્તિવાળો માનવો તે મિથ્યા વાત છે. પોતાથી જ સ્વાધીન સ્વભાવે જે વસ્તુ હોય તેનો નાશ હોય નહિ. છે તેનો નાશ કેમ થાય? આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેનો નાશ થઈને પરમાણુઓમાં ભળી જાય નહિ. આત્મા ન હોય તો તેની ઉત્પત્તિ થવી સંભવતી નથી. જે વસ્તુ ન હોય તે નવીન કેમ ઊપજે? છે તે સત છે, છે તે ત્રિકાળ છે તેથી ગયે કાળે તે ન હતું એમ નહિ. સસલાને શીંગ કોઈએ દીઠાં નથી; આકાશને પુષ્પ કોઈએ જોયું નથી, માટે જે નથી તે ત્રણે કાળ નથી, જે છે તે ત્રિકાળ છે. હોય તે ત્રિકાળ રહે. અવસ્થાંતર (બદલવું) થાય પણ સપણે નિત્ય ટકી રહે. શરૂઆતમાં કહેલ છ બોલની યથાર્થ વિચારણા વિના આત્માના સાચા સ્વરૂપની પ્રતીતિ થઈ શકે નહિ. માટે ખૂબ મનન કરવાની જરૂર છે. આચાર્યોએ પ્રથમ કહ્યું છે કે આ છ બોલ સમ્યગ્દર્શનનું કારણ છે માટે તેનું મનન કરવું જોઈએ. રુચિ વિના, દઢ નિર્ણય વિના આગળ કેમ વધી શકાય? પક્ષીને ઊડવું હોય તો પાંખમાં શક્તિ છે પણ નીચેની કઠણ ભૂમિકા હોય તો જ ઊડી શકે. તેમ આત્માની સહજ સ્વાભાવિકતા પોતામાં છે પણ કઠણ ભૂમિરૂપી નિત્યતાનો દઢ નિર્ણય થયા વિના સ્થિરતાનો પુરુષાર્થ કેમ થઈ શકે ? પ્રથમ યથાર્થ ન્યાયથી વિચારણા થવી જોઈએ; લોકોને મૌન થઈને બેસવું ગમે છે, બીજાં વિચારવું ગમે છે પણ તત્ત્વની યથાર્થ વિચારણામાં બહુ મુશ્કેલી માને છે, કેમ કે તેમાં પ્રેમ નથી પણ સંસારમાં પ્રેમ છે. ઘણાને વાતો સાંભળવી ગમે છે પણ પોતાનું તત્વ કેમ છે તેની સૂક્ષ્મ વિચારણા કરવી ગમતી નથી. જે ન થઈ શકે તે કરવાના મનોરથ સેવે છે, અને જે સાચું હિત છે તે ન કરે, એવી લોકોની ઘણા ભાગે વર્તમાન મનોવૃત્તિ છે. આત્મા ચૈતન્યમૂર્તિ છે. તેની સાથે આઠ કર્મનાં રજકણ છે. તે કર્મનું ફળ આ નોકર્મ-સ્થૂળ દેહ છે. પૂર્વના પ્રારબ્ધયોગે દેહાદિ પિંડની રચના થાય છે, આયુષ્ય પૂર્ણ થતાં જીવ તે દેહ છોડીને બીજો દેહ ધારણ કરવા માતાના ઉદરમાં અથવા કોઈ પ્રકારની યોનિમાં (ઉત્પત્તિસ્થાનમાં) આવે ત્યારે તેની સાથે આવેલું જે સૂક્ષ્મ કાર્મણ શરીર છે તેમાંથી, આયુષ્યકર્મ અને નામકર્મના કારણે બીજાં અનેક પરમાણુઓના સંબંધથી પ્રથમ નાનો દેહ હોય છે, તે દેહનો વિકાસ થતાં મોટો સ્થૂળ દેહ થઈ જાય છે. દેહ સાથે જીવને મમતાના કારણે બંધાવું પડયું છે તો પણ તેમાં ભળીને એક થયો નથી. જો ભળીને એકરૂપ થયો હોય તો ફરી ઉપજી શકે નહિ. પરસંયોગથી જીવ અનુત્પન્ન છે. જ્ઞાનસ્વરૂપ ભગવાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં ભળવા યોગ્ય નથી. યથાર્થ વિચારથી આત્માનું એ પ્રકારે નિત્યપણું યોગ્ય લાગશે. ૬૬. હવે ન્યાય આપે છે કે : ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માય; પૂર્વજન્મસંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. ૬૭ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #242 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬] [ભગવાનશ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા ક્રોધાદિ પ્રકૃતિનું અધિકપણું સર્પાદિક જીવોમાં અધિક જણાય છે. નાનો સાપ હોય પણ તેમાં વીર્યની ઘણી ઉગ્રતા હોય છે. ફૂંફાડા મારીને બીજાને ભય ઉપજાવે એવા ક્રોધ, માનાદિ પ્રકૃતિનું વિશેષપણું છે; તેણે વર્તમાનમાં તો ક્રોધનો અભ્યાસ કર્યો નથી. સર્પનાં બચ્ચાં જન્મે છે કે તરત જ તેને તેની માતા મારી નાખે છે, છતાં તેમાંથી કોઈ બચ્યું ખસી જાય છે. તેને વર્તમાનમાં તેના માતા-પિતાએ કંઈ શિખવાડયું નથી, પણ પૂર્વ જન્મના સંસ્કારથી ક્રોધાદિ પ્રકૃતિનું તેને વિશેષપણું દેખાય છે. ક્ષત્રિયકુળનું નાનું બાળક હોય છતાં તેની આંખમાં અને પ્રકૃતિમાં માનની મોટાઈ વગેરે સંસ્કાર વધારે દેખાય છે તેમ ઘણા પ્રકારે જોવાથી પૂર્વ જન્મના સંસ્કાર દેખાય છે. લોકોને બહારની ધૂળ વસ્તુનો ઘણો પ્રેમ છે તેથી તેનું જાણપણું કરવું હોય તો વાર લાગે નહિ. પણ “હું કોણ અને ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?” એનો ન્યાયથી નિર્ણય કરવાની ગરજ નથી, તેથી સાચું સમજ્યા વિના અનંતકાળ રખડવાનું ઊભું છે. ભવનો ભાવ ટાળ્યો નથી ત્યાં લગી નિરાંતે ઊંઘ કેમ આવે? બીજાની હા એ હા પાડી દે કે આત્મા હશે કારણ કે બધા કહે છે; પણ જ્યાં સુધી જાતે યથાર્થ નિર્ણય કર્યો નથી ત્યાં સુધી કોઈ એવો કુયુક્તિવાળો મળશે તો ઊંધે રસ્તે લઈ જશે. પોતાની સત્તા શું, શક્તિ શું, સ્વાધીનતા શું, ત્રિકાળપણું અને પૂર્ણ સ્વાધીન સુખસ્વરૂપ શું, એનો નિર્ણય કરવાની વિધિ જાણવાનો પ્રયત્ન કર્યા વિના સત્ની રુચિ વિના પુરુષાર્થ ક્યાંથી કરશે? અહીં તો નિત્યતા સિદ્ધ કરવી છે. સર્પને વિષે જન્મથી ક્રોધીપણું દેખાય છે અને કબૂતરમાં બીજા જીવની હિંસા ન કરવી એવી પ્રકૃતિ જોવામાં આવે છે. ખાટલામાં માંકડ પરસેવાના નિમિત્તથી થાય છે, અથવા સાગના લાકડામાંથી સહેજે ઊપજે છે. તેને પકડવાની ચેષ્ટા કરીએ તો તે દૂર ખસી જાય છે, ભય પામે છે; ભયસંજ્ઞાનું અધિકપણું પૂર્વ જન્મના સંસ્કાર છે. ઘેટાંને પાછળથી કોઈ કાપે છતાં તેને દુઃખ જણાતું નથી, પણ ઘાસ ખાધા કરે છે. તે તેના પૂર્વ જન્મની પ્રકૃતિના સંસ્કાર છે. કોઈ સાસુ-વહુને કજિયો થતાં ગ્યાસલેટ છાંટીને બળે છે, તે માનની ખાતર અનંત પીડા સહે પણ રાડ ન નાખે; કોઈને ચાનક ચડે છે ત્યારે ઊંધાઈની ઉગ્રતા કરે છે. વાણિયા, ક્ષત્રિય અને બ્રાહ્મણ આદિ જાતિમાં પણ અમુક જાતની પ્રકૃતિના સંસ્કારો જણાય છે; તેમ ઘણા ન્યાયથી પૂર્વ જન્મની નિત્યતા સિદ્ધ થાય છે. કોઈ જીવને બીજા જીવના દેહ પ્રત્યે ઘણો પ્રેમ જોવામાં આવે છે. વળી કોઈને બીજા પ્રત્યે દ્વેષ-વૈર રહે છે. જગતમાં ઘણા જીવોમાંથી ખાસ એકાદ જીવ સાથે પ્રેમ, એકાદ જીવ સાથે વૈર એવી વિચિત્રતા કેમ દેખાય છે? તે પણ પૂર્વ જન્મના સંસ્કાર છે. શ્રીકૃષ્ણ-વાસુદેવ અને તેમના ભાઈશ્રી બળદેવને ઉત્કૃષ્ટ પ્રેમ હતો. એમ પૂર્વ જન્મના અનેક આવા બળવાન સંસ્કાર પ્રત્યક્ષ દેખાય છે; Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #243 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૭] [૨૧૭ માટે જીવનું નિત્યપણું છે. ઘણા જીવોમાં જન્મથી ડરપોકપણું, કેટલાકમાં નિર્ભયતા, કેટલાકમાં ગંભીરતા, કેટલાકમાં હાસ્ય, મશ્કરી, કૌતુહલતા, કેટલાકમાં અસરલતા, કેટલાકમાં સરલતા, કેટલાકમાં નિર્બળતા, રોગીપણું, કોઈમાં વિશેષ ભયસંજ્ઞા, આ બધું પૂર્વજન્મના સંસ્કારનું ફળ છે. કોઈ ધર્માત્મા જન્મે તેને કામવાસના આદિથી વૈરાગ્ય, અસંગતા, સંસારથી અનુત્સાહ, અને બાહ્ય પ્રસંગની અરુચિ દેખાય છે અને કેટલાકને આહાર આદિનું ગૃદ્ધિપણું દેખાય છે; એમ વિચિત્રતા જોવામાં આવે છે. એ રીતે જીવની નિત્યતા દેખાય છે. ઘણા જીવોને આત્માની વાત કાને પડતાં ન ગમે, દ્વેષ જોવામાં આવે છે અને કામભોગબંધની કથા, સંસારના વિષયાદિ પ્રસંગોની કથાદિમાં પ્રેમ જોવામાં આવે છે; જ્યારે એકાદ પાત્ર જીવને ધર્મની એક વાત કાને પડતાં અંતરમાં હોંશ અને તત્ત્વની જિજ્ઞાસા વધી જાય છે; જ્ઞાનીનાં વચનો સાંભળતાં અંદરથી હકાર આવે છે કે આત્માની વાત આમ જ છે. એમ અંતરમાં સનું બહુમાન આવે છે. નાના ઉમરનાં વૈરાગ્યવંત નવ વર્ષના બાળક પણ જોયાં છે. ઐવતાસુકુમાળની વાત છે કે ગૌતમ સ્વામી આહાર લેવા નીકળ્યા છે. ઐવતાસુકુમાળ રાજકુમાર છે. તેમની કાયા અતિકોમળ છે. મુનિને જતાં દેખીને આહારની વેળા સમજીને તે મુનિને આગ્રહ કરે છે કે હે મુનિ! આહાર લેવા પધારો. જાણે પોતાને મહાન લાભ થયો હોય એમ માતાને વધામણી આપે છે. માતા હર્ષિત થાય છે. મુનિને તે પૂછે છે કે હું તમારી સાથે આવું? કહો? નવ વર્ષે કેટલો ઉત્કૃષ્ટ ધર્મપ્રેમ? મુનિનો આદર એ પૂર્વના બળવાન સંસ્કારની ખાતરી આપે છે. ઘણા કહે છે કે ધર્મે તો સમાજને બાયલા કરી દીધા છે; કંઈ કરવું નહિ, સેવા, ક્રિયા-કાંઈ કરવું નહિ, ફકત એકલો આત્મા આત્મા જ કરીને વાતોડિયા નવરા થઈને બેઠા છે; એમ કહેનાર પોતે પૂર્વે આત્માની વિરાધના કરીને આવેલ છે. તે માનતા હોય છે કે પરનું આપણે કરી શકીએ. આત્મા પણ જડ જ છે એવી તેમની માન્યતા છે. તેને કોઈ આત્માની સાચી વાત કહે છે કે – આત્મા અક્રિય, નિર્મળ, જ્ઞાતા, રાગ-દ્વેષ રહિત છે, શુભરાગપુણ્યાદિ રહિત છે અને મન, વાણી તથા દેહની ક્રિયા આત્મા કરે એમ માનવું તે મિથ્યાત્વ છે. તો તે આટલું સાંભળતાં વક્તા પ્રત્યે દ્વેષથી ત્રાડ નાખી બોલે કે તમારી વાત જૂઠી છે. એમ જ્યાં સન્ની પ્રમાણિક વાત આવે તેનો નિરોધ કરવાની બુદ્ધિ અને સંસાર પ્રત્યે ઘણા પ્રેમની બુદ્ધિ વગેરે કારણો પૂર્વ જન્મના સંસ્કાર સિદ્ધ કરે છે. અને તે વડે આત્માનું સળંગપણું નિત્યપણું નક્કી થાય છે. [ તા. ૨૪-૧૦-૩૯] વળી કોઈ એમ દલીલ કરે કે માતા-પિતાના વીર્યરતના ગુણના કારણે એની ઉત્પત્તિ થતી હોય તો? પૂર્વ જન્મ તેમાં કારણભૂત નથી. તેનો ઉત્તર એમ છે કે વીર્યરતના જડ રજકણોથી જીવની ઉત્પત્તિ સંભવતી નથી. એ વીર્યની જાતમાંથી જીવની ઉત્પત્તિ થતી સંભવતી હોય તો જે માતા-પિતા કામભોગને વિષે વિશેષ પ્રીતિવાળા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #244 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જોવામાં આવે છે એના પુત્રો વૈરાગ્યવંત બાળપણાથી જણાય છે તે કેમ બને? પૂર્વ જન્મના બ્રહ્મચર્ય અને વૈરાગ્યના સુસંસ્કારો લઈને તે જીવો આવે છે તે પૂર્વ જન્મની ખાતરી આપે છે. તેમ જ પૂર્વના આત્મજ્ઞાનના સંસ્કાર સહિત, બ્રહ્મચર્યના પ્રેમવાળા, પરમ સમતાવંત પુત્રો હોય છે તે પૂર્વના બળવાન સંસ્કાર છે. શ્રીમદ્ પણ કહે છે કે અમે પૂર્વ જન્મના આત્મજ્ઞાનની-સત્ સ્વરૂપની આરાધનાનું બળ લઈને આવ્યા છીએ અને એક ભવ પછી આત્માની પૂર્ણ શુદ્ધ પવિત્ર દશા પ્રગટ કરશું. એ ભણકારા નાની ઉંમરમાં ક્યાંથી આવ્યા? સોળમે વર્ષે કહ્યું કે હું સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપી આત્મા છું. લોકોમાં કહેવત છે કે થોરે કેળાં પાક્યાં. માતા-પિતા સાધારણ હોય અને નીચ કુળ જેવો યોગ હોય, છતાં કોઈ પુત્રી કે પુત્ર નાનપણથી મહા પવિત્ર સુસંસ્કારવાળાં દેખાય છે. તેમાં પણ ચૌભંગી સમજવી. (૧) માતા-પિતા ખાનદાન ઉત્તમ કુળના હોય અને તેના પુત્રો વ્યભિચારી અને નીચ કાર્યપ્રસંગમાં વર્તતા જણાય, (૨) સારા માતા-પિતાના સારા પુત્રો પણ હોય, (૩) માતા-પિતા દુષ્ટ હોય અને પુત્રો સારા ગુણોના ધારક હોય, (૪) અને દુષ્ટ માતા-પિતાના દુષ્ટ પુત્રો પણ પાકે; પણ અહીં તો પરમ પવિત્ર વીતરાગી પુત્રરત્નો કેમ પાકે છે તેનું દષ્ટાંત અતિમુક્તમુનિનું છે. તેમની ઉંમર નવ વર્ષની છે. મુનિને જોયા અને અંતરમાં કંઈ કંઈ અપૂર્વ ભાવની ઊર્મિ ઉલ્લસે છે. મુનિને આમંત્રણ કરી પ્રેમપૂર્વક ઘેર આહાર લેવા તેડી આવે છે. આહારવિધિ થયા પછી તેઓ માતા પાસેથી રજા માગે છે. માતા તેના ઊંડા ગંભીર પ્રશ્નોથી વિચારમાં પડી જાય છે. માતાના પ્રશ્નોના ઉત્તરમાં કહે છે કે હું પૂર્વે હતો, પણ ક્યા ભવમાં, કોણ હતો તેની ખબર નથી. મારે હવે ભવભ્રમણ ન હોય. ભવનાં કારણો મેં સેવ્યાં તે હું જાણું છું. પૂર્વ ભવે પુણ્ય-પાપનાં કારણો સેવ્યાં છે તેના કારણે આ ભવકરવો પડ્યો છે. હું નથી જાણતો કે આ દેહની સ્થિતિ ક્યારે અને ક્યા ક્ષેત્રે છૂટશે ભાન છે કે આત્મા દેહ રહિત નિત્ય છે. હું જાણું છું કે આત્મા અસંયોગી સ્વાધીન તત્ત્વ છે. તેને વિનાશી પદાર્થનો સંગ ન જોઈએ. પોતાને પરભાવથી અને ભવથી મુક્ત થવાની એટલે સ્વતત્ત્વમાં ઠરવાની ઝંખના લાગી છે. માતા મને રજા આપો તો હું મુનિ સાથે જાઉં. આત્મા પરપ્રસંગ વિનાનો અને રાગ વિનાનો છે. નિર્મળ શાન્ત છે એવું અંતરમાં ઊંડું ઊંડું મનન ક્યાંથી આવ્યું, કે જેથી બાળવયમાં આત્મજ્ઞાનદશા પ્રાપ્ત કરીને પછી કેવળજ્ઞાન પામ્યા. એ જીવની નિત્યતા છે એમ જણાવે છે. વળી કોઈ માતા-પિતા ક્રોધી હોય છે, તો તેનો પુત્ર બહુ સમતાવાળો દેખાય છે. તે આત્માના ગુણો પૂર્વેથી લઈને આવ્યો છે. ક્યાંયથી આવેલો આત્મા માતાના ઉદરમાં ૯ માસ રહે છે તેથી તેની ઉત્પત્તિ થઈ નથી; પણ જડ પુદ્ગલોનો સંગ્રહ થઈને દેહપિંડ બને છે. તેના નિમિત્તે જીવ દેહધારી કહેવાય છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ, મમતા તે દોષ, અને સમતા, ક્ષમા, દયા, શાંતિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #245 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૧૯ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૭] આનંદ વગેરે ગુણ ચૈતન્ય અવસ્થામાં જણાય છે, પણ જડ રૂપી–અજીવ પદાર્થમાં તો તેવા ગુણદોષ દેખાતા નથી. દેહ-દેવળમાં ભગવાન આત્મા પોતાના પૂર્વ ભવના સંસ્કાર લઈને આવ્યો છે. જડ પદાર્થ કોઈ સાથે કજિયો કરી શકે નહિ. શ્વાન પણ પોતાના માલિકના ઘરની રક્ષા કરવામાં કોઈ વાર ક્રોધ કરે તો કોઈ વાર ક્ષમા ધરે છે. એમ જેમાં ક્રોધ થાય છે તેમાં ક્ષમા પણ કરી શકાય છે. એ ક્રોધ, માન, માયા, લોભ, રાગ વિકાર તો પરમાર્થે ચેતનનો સ્વભાવ નથી, પણ જડ પ્રકૃતિના નિમિત્તે ભૂલ થવાથી રાગ-દ્વેષરૂપ અશુદ્ધતા દેખાય છે તથા મનની વાસના, રાગ-દ્વેષ જણાય છે તેને મોહી જીવો પોતાની ક્રિયા માને છે અને તેમાં ભૂલ કરે છે; લોકોની તે સ્થૂળ દૃષ્ટિ છે. જેમ ભેંસ ખીલા સાથે સાંકળથી બાંધેલી છે તે ખીલાના નિમિત્તથી છૂટવા માટે ખેંચતાણની ચેષ્ટા કરે છે. સ્થૂળ દૃષ્ટિવાળાઓ ભેંસની ચેષ્ટા જોઈ ભેંસ બહુ બળવાન છે એમ માને છે. ખરી રીતે ખીલો સ્થિર છે, અક્રિય છે. લોકો સક્રિયતા જે જડની ક્રિયા છે તે પ્રત્યે જુએ છે, પણ આત્મા ત્રિકાળ અક્રિય છે, પરની ક્રિયા રહિત છે તેને જોતા નથી. મન, વાણી, દેહની ક્રિયા, પુણ્યપાપ, રાગદ્વેષ એ ઔપાધિક વિભાવ ભાવ છે. તેના લક્ષે બાહ્યદૃષ્ટિ જીવો જુએ છે. આત્મા જ્ઞાનઘન શુદ્ધ સ્વભાવે છે, અવિનાશી જ્ઞાતા-દષ્ટા પવિત્ર સાક્ષીસ્વરૂપ છે; તેના ગુણમાં અને જડ પ્રકૃતિના ગુણમાં જે જુદાઈ છે, તે સ્પષ્ટ જાણવાથી યથાર્થ વસ્તુતત્ત્વનું નિત્યપણું, અસંયોગીપણું, અસ્પર્શપણું જણાય છે. આત્મા સહજ શાંત સ્વરૂપ છે. તેમાં કોઈ વાર ક્ષમા તો કોઈ વાર ક્રોધ, કોઈ વાર સત્ય તો કોઈ વાર અસત્ય બોલવાના ભાવ જણાય છે; એમ ક્ષણે ક્ષણે રતિ-અરતિ, ગુણ-દોષના વિકલ્પ, ઈચ્છા-અનિચ્છારૂપે મનની પ્રવૃત્તિનું સંક્રમણ જણાય છે, તેનો વિચાર કરી જોશો તો તે બધાને જાણનારો ચૈતન્યજીવ, એ બધા વિકલ્પોથી જુદો જણાશે. ખરી રીતે જીવ ઈચ્છા-અનિચ્છાનો જાણક છે. તે પોતાને (સળંગ જ્ઞાયક છું એ) ભૂલીને પરને ઇષ્ટ-અનિષ્ટરૂપ માને છે. વળી ક્રોધ ઘટાડીને ક્ષમા થઈ શકે છે. જડ વસ્તુમાં તેમ થવું સંભવતું નથી. તેમ વીર્ય એટલે રેત જડ રૂપી પદાર્થમાં જીવના ગુણ-દોષ ક્રોધ, માન, માયા, લોભ, અને દયા, શાંતિ, સમતા, ક્ષમા દેખાતા નથી. માટે જડ વીર્યમાંથી ચેતનની અને ચેતનના ગુણ-દોષની ઉત્પત્તિ સંભવતી નથી. નાના આઠ વર્ષના બાળકમાં ઘણા દુર્ગણ દેખાય છે. વળી કોઈ અન્ય બાળકમાં શાંતિ, વૈરાગ્ય દેખાય છે. ધ્રુવજી બાળક હતા. તેમને અપ્સરા ચલાવવા માટે તેનાં સુંદર અંગ દેખાડે છે અને કહે છે કે જો ! મારાં અંગ કેવાં છે? ત્યારે ધ્રુવજી કહે છે કે જો અમારે હજી બીજો ભવ કરવાનો હોય તો તારા જેવી જનેતાના ઉદરમાં અવતાર ધારણ કરીએ અને તારા સ્તનનું પયપાન કરીએ; પરંતુ હે માતા ! અમને હવે બીજો ભવ ધારણ કરવાનો ભાવ નથી, વિકલ્પ નથી. એમ સદ્ગણી સંસ્કાર ઘણામાં જોવામાં આવે છે. ૨૧ વર્ષ બ્રહ્મચર્ય સજોડે લેનારા પણ હોય છે અને ઘણા ૬૦ વર્ષે વિષય-કામભોગની ઈચ્છા કરનારા હોય છે. પૂર્વે ભવે જ્ઞાનના વિરાધક થએલા ઘણા જીવોને વર્તમાનમાં ધર્મની-સની વાત સાંભળવી ગમતી નથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #246 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૦] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અને અંદરમાં નિંદા કરે છે. તેને લાખ વાત સાચી કહેવામાં આવે છતાં ન બેસે અને સનો અનાદર કરે; અને કોઈ કોઈ જીવને સાચી વાત તરત જ અંતરમાં બેસી જાય છે અને તેનું બહુમાન પણ કરે છે અને સત્નો વિવેક, વિનય ક્ષણમાં જાગૃત કરે છે. આ રીતે ઘણા પ્રકારે પૂર્વ સંસ્કારના ફળ છે. દેહાદિ પુણ્ય-પાપના સંયોગ તે આત્માનું કાર્ય નથી પણ પૂર્વ જન્મની વાસનાનું ફળ છે. “હુન્નરો કરો હજાર, ભાગ્ય વિણ ન મળે કોડી.” ખાનદાન પૈસાવાળાના પુત્રોને ભીખ માગવી પડે છે અને ભિખારી ધનવાન થઈ જાય છે. એ ઉપરથી પૂર્વ-કર્મ અને જીવની નિત્યતા સહેજે સિદ્ધ થાય છે. ૬૭ “અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહિ, આત્મા નિત્ય જણાય.” એ ગાથાનો આ છેલ્લી ત્રણ ગાથામાં ઉત્તર છે કે આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ શિષ્યની શંકા છે કે ઘડીમાં ઈચ્છા, ઘડીમાં અનિચ્છા એમ વૃત્તિનો પલટો થયા કરે છે માટે આત્મા અનિત્ય છે. અહીં ઉત્તર છે કે આત્મા દ્રવ્ય છે, તે સદાય ટકીને અવસ્થાપણે બદલ્યા કરે છે તેથી ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યતા સહિત સત્ છે. ક્ષણે ક્ષણે તેની સમજણની-જ્ઞાનની અવસ્થા પલટાયા કરે છે. તે પર્યાય ક્ષણે ક્ષણે બદલાય છે અને તે તે અવસ્થાને ધારણ કરનાર સત્તાવાન વસ્તુ નિત્ય છે. બાળક પૂર્વના સંસ્કારનો ઉઘાડ લઈને આવ્યો છે, પણ હજી તે શક્તિના ઉપયોગની પ્રગટતા થઈ નથી. પ્રથમ તે બાળક એક આંકડો જાણી શક્તો નથી, પછી મેટ્રિક, બી. એ, એલ. એલ. બી. વગેરે પરિણામનું જાણપણું થાય છે તેમાં જાણનારો સળંગ બધાં વર્ષોથી તેનો તે જ છે, એટલે કે ક્ષણક્ષણવર્તી અવસ્થાઓને બદલતો છતાં પોતે ટકતો છે. જ્ઞાનાદિ ભાવપરિણામ નિત્ય દ્રવ્યપણાની ક્યાતી રાખીને થાય છે. ટકનારો ટકીને બદલાય છે. જેમ સમુદ્ર પલટાતો નથી પણ માત્ર મોજાં પલટાય છે; એમ આત્મા સત્ દ્રવ્ય છે, વસ્તુરૂપે નિત્ય છે. તે પોતાના ભાવાંતરપણે થતો નિત્ય છે. પોતે અવસ્થાએ પલટાતો ટકી રહે છે. બાળક અવસ્થા હતી ત્યારે પોતાને બાળક માનતો હતો, યુવાન થયો ત્યારે યુવાન, અને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધ જણાયો. પૂર્વ અવસ્થા તો નાશ પામી, પણ તે પલટનારને જાણનાર તો નિત્ય રહ્યો. તે ત્રણે અવસ્થામાં નિત્યપણાનો ભેદ ન થયો. આઠ વર્ષની વાત ૬૦ વર્ષે યાદ રહે છે. અહીં દેહના નિમિત્તથી વાત કરી છે. દેહાદિ સંયોગથી રહિત આત્મા પોતે સરૂપ દ્રવ્ય છે. “દ્રવતીતિ દ્રવ્ય” જે પોતાના ગુણ પર્યાયોને દ્રવે છે તે દ્રવ્ય છે. શક્તિરૂપે જે જ્ઞાન, સુખ, શાંતિ, આદિ ગુણ છે તેને આત્મા નવી નવી અવસ્થાપણે બદલાવે છે. તે ત્રણ કાળની અવસ્થાને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #247 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૨૧ જાણનારો પોતે, દેહની અવસ્થારૂપ થતો નથી, ત્રણે અવસ્થાની સ્મૃતિ રાખનારો તે તે અવસ્થાને જાણનારો પોતે નિત્ય છે. આત્માર્થી મુમુક્ષુને આવી સહેલી ભાષાથી આ શાસ્ત્રમાં સમજાવ્યું તે જ્ઞાનીનો અનંત ઉપકા૨ છે; માટે તેનો યથાર્થ વિચાર કરી દેઢ નિર્ણય ક૨વાની જરૂર છે. ઘણા વર્ષોથી ઘણું સાંભળ્યું પણ સાચું હિત સમજાયું નથી, તેનું કારણ પોતાની તત્ત્વ પ્રત્યે અરુચિ છે. આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં યથાર્થ ઉપાય અને સમજણની રીત બતાવી છે. જીવની નિત્યતા દૃઢ નિર્ણયથી સમજાય તો રાગી-દ્વેષી થવા રૂપ અજ્ઞાનદશા હોય નહિ. ભૂલને જાણનારો ભૂલ જેટલો નથી. ભૃગુ પુરોહિતની વાત છે. તેના પુત્રોને તે પુરોહિત કહે છે કે ભાઈ! આત્મા અનિત્ય છે, આ સંસા૨ના કામભોગ ભોગવો, ઇંદ્રિયનાં સુખ ભોગવો. તેને પુત્રો ઉપદેશે છે કે હે માતા-પિતા ! ઇંદ્રિય, દેહ આદિ મૂર્ત પદાર્થ જે જે છે તે તે અનિત્ય છે અને તેને જાણનાર આત્મા નિત્ય છે, નિરૂપાધિક, અવિનાશી છે. તેને તમે અનિત્ય કહો છો તે તમારી ઊંધી શ્રદ્ધા છે. પિતા કહે છે કે આત્મા ઇંદ્રિયગ્રાહ્ય નથી, વળી તમે બાળક છો માટે સંસારનાં સુખ ભોગવો. પુત્રોને જાતિસ્મરણ જ્ઞાન થયું છે; તે કહેવા લાગ્યા કે અમે તમોને ઘણા ન્યાય–પ્રમાણવડે આત્માની નિત્યતા સમજાવી શકીએ તેમ છીએ માટે તેની શ્રદ્ધા કરો. તમારી ઊંધી શ્રદ્ધા છે, તે અનંત સંસારનાં જન્મ-મરણનાં દુઃખમાં ૨ખડવાનું કારણ છે. શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૬૯ ] [ તા. ૨૪-૧૦-૩૯ ] આત્મા દ્રવ્યે પલટાતો નથી, પણ જ્ઞાનાદિ ગુણની ક્ષણ ક્ષણવર્તી અવસ્થાએ બદલાય છે. આખો બદલાઈ જતો નથી, પણ ટકીને બદલે છે, એવો સત્-દ્રવ્ય-નિત્ય વસ્તુનો સ્વભાવ છે. ૬૮ હવે એ બાબતમાં વિશેષ કહે છે : અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદના૨; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯ વળી અમુક પદાર્થ ક્ષણિક છે એમ જે જાણે છે, જાણીને ક્ષણિકપણું કહે છે તે ક્ષણિક હોય નહિ. બોલવામાં તો વાણી છે; વાણી પણ બદલાય છે. વાણી. ઈચ્છા વગેરે બદલાતી બધી અવસ્થાને સળંગ જાણનાર તો નિત્ય છે. વાણી દ્વા૨ા કહેનારો વાણીને જાણનાર છે, તે ક્ષણિક હોય નહિ; કેમ કે પ્રથમ ક્ષણે અનુભવ થયો, તે અનુભવ બીજી ક્ષણે કહી શકાય છે. તે બીજી ક્ષણે પોતે જાણનારો ન હોય તો ક્યાંથી કહે? માટે સળંગ નિત્યના અનુભવથી પણ આત્માની નિત્યતાનો તું વિચાર કર. અહીં વ્યવહા૨ભાષા સમજના૨ને સહેલું પડે તે માટે કહી છે. બોલનારો આત્મા નથી એ વાત અહીં સિદ્ધ નથી કરવી. બોલવા વખતે ભાષાના અનંત પરમાણુઓ જે સ્વતંત્ર રજકણો છે. તેની ક્રિયા ચેતનને આધીન નથી, પણ વ્યવહા૨થી-ઉપચારથી કહેવાય કે, ‘હું વાત કહું Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #248 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૨ ] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છું.” જે સ્થાને જે ન્યાયનો હેતુ હોય તે કહેવાય. સર્વજ્ઞ ભગવાનની વાણીનું બહુમાન ધર્માત્મા કરે તેથી કાંઈ વાણીના પરમાણુઓને પરિણમાવવા તે ચેતનનું કાર્ય થઈ જતું નથી. અહીં તો ભાષા-વચનના ક્ષણે ક્ષણે થતા વ્યાપારને સળંગ જાણનારો કેવળ ક્ષણિક નથી, નિત્ય છે, એમ બતાવ્યું છે. પ્રથમની અવસ્થા પલટી અને નાશ થઈ, ભૂતકાળરૂપ થઈ; પણ તેની સ્મૃતિરૂપે જાણનારો સાક્ષી, તે ટકનારો આત્મા સદાય નિત્ય છે. ભગવાન આત્માને કોઈ તન નિત્ય માને છે. જો એકાંત કૂટસ્થ અપરિણામી હોય, તો તે પુરુષાર્થ કરી શકે નહિ; રાગ ટાળીને અરાગી થઈ શકે નહિ, ક્રોધ ટાળીને ક્ષમા તથા સંસારની મલીન અવસ્થા પલટાવીને નિર્મળ નિરુપાધિક, પવિત્ર અવસ્થા થઈ શકે નહિ; પણ નજરે જોઈએ છીએ કે અવસ્થાએ જીવનું પલટવું અને દ્રવ્ય નિત્યપણે ટકી રહેવું એમ નિત્ય-અનિત્યપણું છે. દ્રવ્યના અવિનાશી સ્વભાવે જીવત્વપણું નિત્ય છે અને બદલતી અવસ્થાએ અનિત્ય છે, પણ સર્વથા નાશ પામવા યોગ્ય નથી. ૬૯ યથાર્થ અનુભવથી આત્માના નિત્યપણાનો નિર્ણય કરવાનું હવે કહે છે : ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, જેમાં ભળે તપાસ. ૭૦ કહે છે કે :- તું તારી તપાસ કર, કે તું શેમાં ભળી જાય તેવો, અને નાશ પામે તેવો છો? જે હોય તેનો સર્વથા બદલાઈને નાશ થઈ શકે નહિ. જો ચૈતન્યવસ્તુનો નાશ થાય તો તે કઈ વસ્તુમાં ભળી જાય, તેની તપાસ કર. જગતમાં છ દ્રવ્યો સત્ છે, અવિનાશી છે. જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છએ જાતિની વસ્તુનો કોઈ કાળે નાશ થતો નથી. લાકડું બળીને રાખરૂપ થાય, રાખની માટી થાય, માટીમાંથી પત્થર થાય, એમ પરમાણુની અવસ્થા બદલાઈને અને પર્યાય ધારણ કરે, પણ વસ્તુ પોતાની હયાતી-સત્પણું કોઈ કાળે છોડે નહિ. ચેતનની કોઈ અવસ્થા પુદ્ગલરૂપે પરમાણુની અવસ્થારૂપે થવા યોગ્ય છે કે કેમ, તેની તપાસ કર. જે ચૈતન્યમૂર્તિ, જ્ઞાતા, અરૂપી છે, તેનું સત્ વસ્તુપણું પલટીને જડરૂપીપણું પામી જતું હોય તો તેની તપાસ કર. જેમ ધૂળમાંથી ઘડાની ઉત્પતિ થાય, વળી જેમ ઘડાનું ફૂટવું અને કકડાનું ઊપજવું થાય, વળી તેની ઝીણી ધૂળ-રજકણ બની જાય, તથા સુવર્ણનાં અનેક ઘરેણાં બને, અનેક આકારપણું પામે, પણ સુવર્ણપણાનો અભાવ થતો નથી, તેમ આત્મા ૮૪ લાખ દેહસ્થાનયોનિમાં અવસ્થાન્તર થતો જણાય છે. આત્માની અજ્ઞાનદશા- રાગદશાને પુરુષાર્થ વડે પલટાવીને અરાગી, નિદોર્ષ, પરમાત્મદશા થઈ શકે છે, પણ તેમાં શું પોતાનું વસ્તુત્વ નાશ પામે છે? જે આત્મામાં હતું તે થયું છે. જગતમાંથી એક પરમાણુ પણ ઘટી જાય નહિ. ક્ષેત્રમાં નાના-મોટાપણું દેખાય છે તે તેની અનેકપણે થએલી હાલત છે, પણ તેનો કેવળ નાશ થઈ શકવા યોગ્ય નથી. ઘણા જીવો વસ્તુનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #249 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિપ્રવચન ગાથા-૭૦] [૨૨૩ ગળવું, મળવું, ટળવું એવી જડ પદાર્થની અનિત્ય અવસ્થા દેખીને હર્ષ-શોક કરે છે; પણ જો સ્વાધીન નિત્યતાનું ભાન થાય, તો તેને પરવસ્તુમાં મોહીપણાનો અભાવ થવાથી રાગ-દ્વેષ; હર્ષ-શોક ટળીને સુખ થાય છે. વસ્તુની અવસ્થા (પર્યાય) ઊપજે, વિણસે છે, પણ તેનો સર્વથા નાશ થતો નથી. “કેમ ઘટનો મુગટ કર્યો, કુમારે મસ્તક ધર્યો; કુમારીને શોક થયો, હેયે રાજા મધ્યસ્થ રહ્યો.” સ્યાદ્વાદ સમજી સમભાવમાં રહીએ. આમાં નિત્ય વસ્તુને જોનારો રાજા-રાગ-દ્વેષ રહિત છે. સુવર્ણનું સળંગપણું નિત્ય છે એમ જાણીને હર્ષ-શોક કરતો નથી. પણ કુંવરીને સુવર્ણઘટની અવસ્થા ટળી જવાથી શોક થયો અને કુંવરને તે સુવર્ણના ઘટની અવસ્થા ટળીને મુગટઅવસ્થા થવાથી હર્ષ થયો; તેનું કારણ સ્થૂળ પર્યાયદેષ્ટિ છે. તો ખોટી ગણતરી કરનારી પોતાની પર્યાયબુદ્ધિ જ સુખ-દુઃખ, હર્ષ-શોક કરાવનાર છે અને દોષિત છે. અહીં કહે છે કે, જેમ ઘટના પરમાણુઓ ઘટ ભાંગીને અનેક રજકણપણે પડયા રહે છે, તેમ ચેતન કઈ વસ્તુમાં ભળવા યોગ્ય છે તે તપાસ. અર્થાત્ એ પ્રકારે તું અનુભવ કરી જોઈશ તો કોઈમાં નહિ ભળવા યોગ્ય અથવા પરસ્વરૂપે અવસ્થાંતર નહિ પામવા યોગ્ય એવું ચેતનત્વ તને જણાશે. વસ્તુ-પદાર્થ સ્વતંત્ર છે; તેની અવસ્થાનું તેની સ્વસત્તામાં ટકીને બદલવું થાય છે. પરવસ્તુ-સંયોગો જે જે જણાય છે તે જીવની અવસ્થા નથી, જીવનું લક્ષણ નથી. જીવનું લક્ષણ ચૈતન્ય છે, તે પુણ્ય-પાપપણે નથી. મન, વાણી, દેહની ક્રિયાપણે નથી; જેને ક્ષેત્રાકાર દૃષ્ટિ છે તેને બે દ્રવ્ય જુદાં ભાસતાં નથી. એકતા બુદ્ધિ રાખે છે તેથી એક ક્ષેત્રમાં દેહની ચેષ્ટા ઉપરથી દેહાધ્યાસથી (દેહાત્મબુદ્ધિથી) ભ્રાંતિ થઈ છે. તેથી પોતાને અનિત્ય વસ્તુનો મિથ્યાભાસ થતાં રાગ-દ્વેષ થાય છે, હવે શિષ્યને નિત્યપણાની ખાતરી થતાં કહે છે કે હે ગુરુ : આત્માની નિત્યતાના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર.” આવી કડી દરેક નવા પદના પ્રશ્ન વખતે સમજેલો શિષ્ય કહે છે એમ સમજવું. શિષ્ય ગુરુને કહે છે કે આત્માની નિત્યતાની બધી દલીલ અને ન્યાયનો નિર્ણય મને અંતર વિચારથી થયો છે; આત્મા છે અને નિત્ય છે તેનો નિર્ણય ટકાવી રાખીને હવે નવી દલીલ, આશંકા શિષ્ય કરે છે. જ્ઞાન જાણવાની ના પાડતું નથી. પોતાની શંકાઓને જાણનારો અને તે શંકાઓ ટાળી નિર્ણય કરતો પોતે આગળ વધીને, પોતાની અધિક વિચારણા શ્રીગુરુ પાસે રજૂ કરે છે. નાનામાં નાની વાતનું કહેવું અને કદી ઠપકો મળે તો અપમાનનું સહેવું એ શિષ્યનો વિનયગુણ છે. શ્રીગુરુ શિષ્યનું અપમાન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #250 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરે, ઠપકો આપે તે પણ શિષ્યના ભાગ્યની વાત છે. જેમ માતા પોતાના બાળકને ઠપકો આપે તો તેનો ડંખ-ખેદ બાળકને થતો નથી, એમ ગુરુ-શિષ્યનું જાણવું, અહીં શિષ્ય ગયા કાળની શંકાનું આલોચન કરે છે. શિષ્ય જે નિર્ણય કર્યો તેને ભૂલી જાય તેમ નથી. એ પ્રમાણે એકેક ન્યાયની ચડિયાતી દલીલ યુક્તિથી મૂકવામાં સત્ સ્વરૂપની પુષ્ટિ કરવાનો હેતુ છે. એ હેતુ, તે કારણ અને તેનું ફળ થવારૂપ કાર્ય તેને સમજવાનો શિષ્યનો પ્રયત્ન છે. માટે જેને પોતાનું સાચું હિત કરવું છે તેણે પ્રશ્ન કેમ કરવા, કેમ વિચાર કરવો અને કેમ સમજવું તેની તૈયારી રાખવી અને સમજવાનો પુરુષાર્થ કરવો. ૭) કર્તા પદ સંબંધી શિષ્યની આશંકા હવે જીવ કર્મનો કર્તા કેવી રીતે છે તે સમજવા માટે શિષ્ય શંકા રજૂ કરે છે : કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧ લોકોને આ કર્તાકર્મમાં ઘણી મૂંઝવણ છે. જીવને કર્મનો કર્તા કહેવામાં શું દોષ આવે છે તથા કઈ દૃષ્ટિએ કર્તા કહેવામાં આવે છે તેનો ખુલાસો આગળ આવશે. આ યથાર્થ સમજાય ઘણો ઉકેલ થાય છે અને બધી મૂંઝવણ ટળી જાય છે. અહીં શિષ્ય કહે છે કે હે ગુરુ! આત્મા કર્મનો કર્તા નથી. કર્મનો કર્તા કર્મ લાગે છે જીવ તો અરૂપી છે, તે રૂપી પદાર્થનું કાર્ય કેમ કરી શકે? ઉત્તર :- કર્તાનું ઇષ્ટ તે કર્મ. આત્માનું કર્મ અથવા કાર્ય ત્રણ પ્રકારે છે. એક તો આત્માનો સ્વભાવ-સ્વલક્ષણ જ્ઞાન છે. તે જ્ઞાનમાં સુખ છે. એમ રુચિ થઈ તે જ્ઞાનની રુચિવાળો જ્ઞાનમાં તન્મય થઈને જ્ઞાનક્રિયા-જાણવું, દેખવું કરે છે. બીજાં કાંઈ કરતો નથી. પોતાનું કર્તુત્વ પોતાના જ્ઞાનગુણની અવસ્થામાં છે. (દોહો) કર્તા પરિણામી દ્રવ્ય, કર્મરૂપ પરિણામ; ક્રિયા પર્યાયકી ફેરની, વસ્તુ એક ત્રય નામ. (સમયસાર નાટક.). કર્તા તેને કહીએ જે સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરે, કર્તાનું ઇષ્ટ તે કર્મ, કર્તા વડે જે કાર્ય થયું તે તેનું કર્મ છે. જ્ઞાનમાં જ્ઞાનનું કાર્ય છે એમ પોષણ (રુચિ) થયું તો તે ઈષ્ટ કર્મ થયું. (૧) જ્ઞાનીનું ઇષ્ટ કાર્ય-જ્ઞાન એટલે પોતાનું સાચું હિત. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #251 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૧] | [૨૨૫ (૨) અજ્ઞાનીનું કાર્ય રાગ-દ્વેષ છે, તે જીવનું લક્ષણ નથી. રાગ-દ્વેષ પોતાનો સ્વભાવ નથી, પણ પોતાના સ્વભાવની ભ્રાંતિથી, પોતાને ભૂલીને હું રાગ-દ્વેષ, પુણ્યરૂપ છું તથા પુણ્યપાપનો કર્તા છું, એ અજ્ઞાનરૂપ રાગ-દ્વેષ જીવનું કાર્ય થયું. તે રાગાદિનું નિમિત્ત પામીને નવાં પુદ્ગલ કર્મની ઝીણી ધૂળનું જૂનાં કર્મ સાથે બંધન થયું. (૩) તે જડ કર્મ અને દેહાદિના કર્તાપણાનું જીવ ઉપર આરોપણ કરવામાં આવે છે. તે અસભૂત વ્યવહારથી એટલે કે ઉપલક દૃષ્ટિથી દેહ, મન, વાણી, આદિ જડ કર્મનો કર્તા જીવને કહેવામાં આવે છે. અત્રે તો શંકા છે કે કર્મ થાય છે, પણ જીવ પરદ્રવ્યનો કર્તા હોય તેમ લાગતું નથી. અહીં શિષ્ય કહે છે કે – જીવ જો પુદગલનો કર્તા હોય, તો તે જીવનો સ્વભાવ નિજ ગુણ થઈ જાય, માટે જીવ કર્મ-રજકણોનો કર્તા નથી. જો જીવને તેનો કર્તા કહો તો પછી તે જડનો ધર્મ જીવત્વપણાને પામે. આ શંકાનો ખુલાસો આગળ આવશે પણ અહીં તેનો જવાબ ટૂંકામાં સમજાવવામાં આવે છે. આત્માને રાગ-દ્વેષનું નિમિત્ત જે જડ કર્મ–તેના ઉદય વખતે જીવ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ભૂલીને પુણ્ય-પાપરૂપ એટલે રાગ-દ્વેષના શુભ-અશુભ પરિણામને કરે અને હું કર્તા છું એમ અજ્ઞાનદષ્ટિ વડે માને, તો જીવને જ્ઞાનાવરણાદિ આઠ કર્મ તથા દેહાદિ નોકર્મનો અસભૂત વ્યવહારથી કર્તા કહેવામાં આવે છે. જીવ ત્રણ પ્રકારે કર્તા થઈ શકે છે : (૧) પોતાના અશુદ્ધ ઉપાદાન વડે પોતાની મલિન અવસ્થાનો એટલે શુભાશુભ પરિણામનો કર્તા છે (૨) શુદ્ધ દષ્ટિ વડે શુદ્ધ જ્ઞાનનો કર્તા છે. (૩) જીવના રાગાદિ પરિણામ. નવાં કર્મનું નિમિત્ત હોવાથી આત્મા ઉપલક દૃષ્ટિએ કર્મનો કર્તા છે. આત્મા ઉપર પોતાની જાતથી વિરુદ્ધરૂપ વિજાતિનું આવરણ છે, તે જડ કર્મ આત્માનું કાર્ય છે, એમ નિમિત્ત-ઉપચારષ્ટિથી કહેવાય છે. જીવે ક્રોધ કરતાં જે કર્મબંધન કર્યું તેનો વિપાક થતાં અર્થાત્ કર્મની ઉદયરૂપ અવસ્થા થતાં જીવ જો ક્રોધ કરે તો તેને નિમિત્ત કહેવાય છે, આ સંબંધ આગળ કહેવાશે. [ તા. ૨૬-૧૦-૩૯] અહીં ૭૧મી ગાથામાં શિષ્યની ત્રીજા પદની શંકા છે કે આત્મા પોતાથી ભિન્ન એવા જડ કર્મનો કર્તા કેમ થઈ શકે ? એ જડ જ એની મેળે થયા કરે છે. આત્માને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #252 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આવી ઉપાધી શા માટે કરવી પડે? મને તો આત્મા અકર્તા જ લાગે છે. કર્મ તો અનાદિનું ચાલ્યું આવે છે, તેનું કાર્ય એની મેળે થયા કરે છે, અથવા આત્માની ઈચ્છા વિના સહજ થયા કરે છે. આમ અનેક પ્રકારનું શિષ્યને મંથન છે, અનેક વિચારણાથી પોતાને સાચું અંતરંગ સમાધાન કરવું છે. તેણે સમજણને લક્ષ દલીલ પૂર્વક પ્રશ્ન રજુ કર્યા છે. અહીં શિષ્ય કહે છે કે એ પુણ્ય, પાપ, મન, વાણી, દેહ, રાગ, દ્વેષ વગેરે જો જીવનું કાર્ય હોય તો તે જીવનું ઠરે અને તેમ કરતાં તેમાંથી જીવ ક્યારેય પણ નિવૃત્ત ન થાય. (આ પ્રશ્નકાર કેવા વિચાર કરીને નિર્ણય માગે છે? લોકોને જેમ તેમ મનમાન્યું, બીજાનું કહેલું ધારી લેવું છે, પણ પોતાની જાતના મનનપૂર્વક સાચું શું તે સમજવાની જિજ્ઞાસા બહુ કમ છે.) ૭૧. હવે શિષ્ય આત્માના અબંધપણાનાં બીજાં કારણો રજૂ કરે છે : આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ આત્મા દ્રવ્યદષ્ટિએ સદા શુદ્ધ છે. વર્તમાન અવસ્થાએ પણ શુદ્ધ છે. એવો એક ( સદાશિવનો) મત છે. ખરો અભિપ્રાય એ છે કે આત્મા દ્રવ્ય સદાય શિવરૂપ છે ખરો, પણ જ્યારે વર્તમાન મલિન ઉપાધિને પુરુષાર્થ વડે ટાળે ત્યારે મોક્ષદશા (શિવરૂપદશા) પ્રગટે. સદાશિવ મતવાળા એકાંત નિશ્ચયાભાસી છે. વર્તમાન રાગદશાનો વ્યવહારથી પણ જીવ કર્તા નથી એમ માનીએ, તો પછી આ સંસાર કોનો? અહીં બીજી શંકામાંજ કહેવું છે કે કર્તાનું ઇષ્ટ તે કર્મ છે અને આ કર્મની ઉપાધિ જીવને ગોઠતી નથી. માટે આ સૃષ્ટિ આદિ કર્મ તથા દેહાદિનું કાર્ય કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે; અને ઈશ્વરેચ્છાથી તે કર્મ થતાં હોવાથી, જીવ તે કર્મથી અબંધ છે, પુણ્ય-પાપ આપણે હાથ નથી, ઈશ્વરની મરજી હોય તો પુણ્ય કરાવે, ઈશ્વરની ઈચ્છા હોય તો પાપ કરાવે અને ઈશ્વરની ઈચ્છા હોય તો મોક્ષ કરાવે; આ પ્રમાણે શિષ્ય શંકા કરી, તેનો ખુલાસો હવે પછી આવશે, પણ અહીં ટૂંકામાં તેનો ખુલાસો કરવામાં આવે છે. જો એમ હોય તો આત્માને હાથ કાંઈ ન રહ્યું, તે તો પરાધીન થયો. ઈશ્વર તો પોતે જ ચૈતન્ય ભગવાન જાણનારો છે, તેને ભૂલીને ઈશ્વરને ઉપાધિવાળો માનવો તે વૃથા વચન છે. જે જીવ રાગ-દ્વેષ, અજ્ઞાન અને ઈચ્છા રહિત થયો તે ઈશ્વર છે. તેને ઉપાધિવાળો માનવો તે મહા અજ્ઞાન છે. શિષ્ય કહે છે કે આત્મા સદાય પવિત્ર છે, અબંધ છે; અને રજોગુણ, તમોગુણ સત્ત્વગુણ એ પ્રકૃતિનો બંધ એની મેળે થયા કરે છે. તેમ ન હોય તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે માટે ઈશ્વરની ઈચ્છા મુજબ બંધ-મોક્ષ થાય છે. (પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #253 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૩] [૨૨૭ ખરેખર જો ઈશ્વર બધા જીવોનો બંધ-મોક્ષનો કર્તા હોય તો આજલગી ઈશ્વરે ક્રૂરતા શા માટે રાખી અને બધા જીવોને મોક્ષસુખ કેમ ન આપ્યું? ઈશ્વર તો પૂર્ણ પવિત્ર કૃતકૃત્ય, ઈચ્છારહિત, સર્વજ્ઞ ભગવાન છે. નિર્મળ નિરૂપાધિક છે, દેહ રહિત છે. તે પોતાની સ્વાધીનતા છોડી પરાધીનતામાં ઉપાધિવાળો થાય તે સંભવે નહિ.) એ પ્રમાણે શિષ્યની શંકાનો ખુલાસો છે, પણ આનું સમાધાન આગળ ગાથા દ્વારા આવશે. ૭ર હવે શિષ્ય કહે છે કે મોક્ષ ઉપાયનો કોઈ હેતુ જણાતો નથી : માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહી, કાં નહીં જાય. ૭૩ શિષ્ય કહે છે કે, બંધ, મોક્ષ, પુષ્ય, પાપ, કરવું ન કરવું વગેરે ઉપદેશનો કંઈ હેતુ જણાતો નથી, કારણ કે મેં ઉપર કહ્યાં તે કારણોથી આત્મા કાંઈ કરતો જ નથી, તો પછી તેને બંધ-મોક્ષ થવાનો હેતુ ક્યાં રહે છે? એટલે રાગ, દ્વેષ, ઈચ્છા, અનિચ્છા વગેરે કાંઈ પણ કાર્ય આત્મા કરી શકતો નથી. એ રીતે હું રાગ, દ્વેષ, પુણ્ય, પાપનો કર્તા નથી, તેથી કંઈ પુરુષાર્થ કે મોક્ષનો ઉપાય જાતે કરી શકું તેમ નથી. અને જો જીવને કર્મનું કર્તાપણું હોય તો તે તેનો સ્વભાવ થયો અને તેથી મટવા યોગ્ય નથી. આ શંકાનો ખુલાસો આગળ આવશે પણ ટૂંકામાં તેનો જવાબ એવો છે કે : આત્મા મન, વાણી અને દેહની ક્રિયા કરી શકતો નથી; એટલે કે આત્મા જ્ઞાન સિવાય કાંઈ ક્રિયા કરી શકતો નથી. આત્મા અનાદિ, અનંત, પવિત્ર, જ્ઞાતાદ્રષ્ટા છે; ચિદાનંદ, સ્વતંત્ર છે તેથી કોઈને આધારે નથી. જીવ પોતાના જ્ઞાનસ્વભાવનો કર્તા-ભોક્તા સ્વાભાવિક શુદ્ધ આનંદમય શક્તિરૂપે છે પણ વર્તમાનમાં પોતે ભૂલ કરે છે તેથી પોતાની અવસ્થામાં મિથ્યાત્વ તથા રાગ-દ્વેષરૂપ અસ્થિરતા જણાય છે તે કેમ ટળે? કે-સાચા અભિપ્રાય વડે શુદ્ધ આત્માની શ્રદ્ધા કરીને પોતામાં જ્ઞાનની સ્થિરતારૂપ પુરુષાર્થ વડે ક્રમે-ક્રમે સર્વ દોષ ટાળીને પૂર્ણ શિવસુખરૂપ જીવ થઈ શકે છે. આવા પરમાર્થભૂત વ્યવહાર અને શુદ્ધસ્વરૂપની પ્રાતિ શિષ્યને થઈ નથી અને શિષ્ય સાચું તત્ત્વ સમજવાનો કામી છે, માટે શંકા કરે છે કે આ વાત મને સમજાતી નથી. માટે “એ અંતર શંકાતણો સમજાવો સદુપાય.” એમ કહી શ્રીગુરુને સમાધાન કહેવા વિનવે છે. ૭૩ શ્રી સદગુરુ સમાધાન હોય ને ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ? જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ અહીં નિમિત્તથી કથન છે કે જો જીવની અશુદ્ધ શક્તિ ન હોય તો જડમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #254 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સંચાલન કોણ કરે? સહજ શુદ્ધ જ્ઞાયકસ્વભાવને ભૂલીને રાગ-દ્વેષ હું છું એમ જીવ અજ્ઞાનપણે મનન ન કરે તો પુદ્ગલકર્મનો-આવરણનો બંધ કેમ થાય? જો જીવની તદ્ગ શુદ્ધદશા હોય તો નિમિત્ત-નૈમિત્તિકપણું એટલે બંધપણું ન સંભવે. શુદ્ધ નિશ્ચય દૃષ્ટિથી આત્મા શુદ્ધ ચિદાનંદ જ્ઞાતા છે, પુણ્ય-પાપ, શુભ-અશુભ કર્મ રહિત છે. તેનું નિર્દોષ લક્ષણ જ્ઞાતાપણું છે, તે ભૂલીને રાગાદિ કરવા જેવા છે, હું રાગ-દ્વેષરૂપ છું, આ હું અને આ મારું એમ પરવસ્તુમાં મમતા કોણ કરે છે? અથવા તેવું મનન કોણ કરે છે? જેનામાં વિચારવાની શક્તિ છે, જાણપણું છે તે સ્વરૂપને ભૂલીને જડ પદાર્થમાં રાગ દ્વારા અટકે, પણ જડવસ્તુનો સ્વભાવ કાંઈ રાગ-દ્વેષરૂપ થવાથી પ્રેરણા કરનાર નથી. જીવના જ્ઞાનને આવરણ થવામાં નિમિત્ત; દ્રષ્ટાશક્તિને રોકવામાં નિમિત્ત; જીવને ભ્રાન્તિ થવામાં નિમિત્ત એ વગેરે પ્રકારના આઠ કર્મ છે. તેનો ઉદય તે જડની અવસ્થા છે, જ્ઞાન તેને જાણે છે, પણ તેનું માત્ર જ્ઞાન નહિ કરતાં તેમાં જીવ મારાપણાની ભ્રાન્તિ કરે છે. જેમ નિર્મળ અરિસામાં તેની સામે રહેલા કોલસા, મળ, સોનાનાં ઘરેણાં વગેરે દેખાય, તેમાં અરીસાનો દોષ નથી, તેમ આત્માને વસ્તુઓને જાણવામાં દોષ નથી. આત્મા ચૈતન્ય જ્ઞાતા છે, શાંત, અવિકારી, વીતરાગ છે; પણ તે પોતાનું નિર્દોષ જ્ઞાતાપણું ભૂલીને વર્તમાન અવસ્થામાં શુભ-અશુભ રાગ કરે છે, પરમાં ઈષ્ટ-અનિષ્ટપણાની કલ્પના અને રાગ-દ્વેષ દ્વારા મનન કરે છે. એમ અજ્ઞાનપણે પરભાવરૂપ મનન કરે છે, તેથી તે રાગ-દ્વેષનું નિમિત્ત પામીને નવીન રજકણો-આવરણનો બંધ થાય છે. જડમાં મનન કરવાની શક્તિ નથી. જીવમાં પ્રેરણા એટલે મનરૂપ ચિદાભાસ છે, તેના નિમિત્તે જડ કર્મનો બંધ થાય છે, રાગ-દ્વેષ, ઈચ્છા જીવ કરે છે; આ ઠીક છે, આ અઠીક છે, આ મેં કર્યું, આ મારું કર્મ છે. વગેરે રાગ-દ્વેષમય વિકારી પરિણામ કરનાર જીવ છે. ભૂલનારો ક્યાંય ભૂલ કરીને પરભાવમાં મોહભાવ વડે અટકયો છે, તેથી શુભાશુભ ભાવમાં-વિકારમાં મનન કરવા લાગ્યો કે મેં આનું ભલું કર્યું, મારું આ જીવે ઠીક કર્યું, આ જીવે મારું અનિષ્ટ કર્યું વગેરે આર્તધ્યાન રાગ-દ્વેષ વડે જીવ પરવસ્તુમાં અટકયો. તે ભાવનું નિમિત્ત પામીને, જડ વસ્તુમાં યોગ્યતા છે તેથી તે જીવ સાથે આવીને એક ક્ષેત્રે બંધાય છે; રાગના કારણે રાગની ક્રિયા, જડ પરમાણુઓના કારણે મન વાણી, દેહની ક્રિયા થતી દેખાય છે. આત્મા જ્ઞાનમાં જ રોકાય અને હું પુણ્યવાળો-રાગવાળો વગેરે અનેક સુખ-દુઃખની કલ્પનામાં ન રોકાય તો જડકર્મ કેમ ચોંટે! જીવના રાગ-દ્વેષરૂપ ભાવકર્મના નિમિત્તે જડકર્મ આવે છે અને તેથી જીવને જડ કર્મનું કર્તાપણું ઉપચારથી કહેવાય છે. આત્માની ઈચ્છા અને ચંચળ પરિણામની વૃત્તિ વિના રજકણ-ઝીણી ધૂળ કેમ ચોંટે? જીવમાં રાગ-દ્વેષની ચીકાશ હોય તો ધૂળ આવીને ચોંટે, જીવના મૂળ સ્વભાવ-દ્રવ્યસ્વભાવમાં ચીકાશ નથી, પણ હું ચીકાશવાળો છું. એવી જીવ માન્યતા કરે છે, અજ્ઞાન કરે છે, તેવી જીવની વૈભાવિક શક્તિની યોગ્યતાથી રાગરૂપ-અશુદ્ધ અવસ્થા જીવમાં થાય છે. તેનું નિમિત્ત પામીને નવાં કર્મ સહજ પ્રેરાઈને આવે છે. તેવી યોગ્યતા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #255 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૨૯ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૪] કાર્મણ વર્ગણામાં છે પણ ભીંત, સ્તંભ, મકાન, પત્થર વગેરે જડ વસ્તુમાં તેવી યોગ્યતા નથી, તેથી તે કર્મરૂપ પરિણમતાં નથી. આખા લોકમાં કાર્મણ વર્ગણાના અનંતા સૂક્ષ્મ ઝીણાં રજકણો પડ્યાં છે. તેમાં એવી યોગ્યતા છે કે જીવ રાગ-દ્વેષ કરે કે તે જ વખતે તે કર્મરૂપે બંધાય છે. જેમ કાર્મણ વર્ગણાની કર્મરૂપે પરિણમવાની યોગ્યતા છે તેમ મોહનીયનું નિમિત્ત પામી જીવને ઈચ્છા ઊઠે છે, મનમાં ચંચળ પરિણામ થતાં અધ્યવસાય (વૃત્તિઓ ) ઊઠે છે તે શુભાશુભ પરિણામને જીવ અજ્ઞાનભાવે પોતારૂપે જાણે છે અને રાગરૂપ પરિણમી તે રાગમાં અટકે છે અને પોતે ખંડખંડ થઈને જ્ઞાન કરે છે, તે કારણે નવા પરમાણુઓ આવે છે. જીવે પૂર્વે અજ્ઞાન કર્યું હતું તે કારણે કર્મ બંધાએલાં હતાં. વળી તે ઉદયમાં આવતાં જીવે નવું અજ્ઞાન કર્યું હતું એમ જીવ અજ્ઞાનદશા ન ટાળે ત્યાં સુધી પરંપરા ચાલે છે. કાશ્મણ વર્ગણાના સૂક્ષ્મ સ્કંધો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે, તેમાં ગળવું, મળવું, ટળવું, વીખરાવું, છૂટા પડી જવું એવો સ્વભાવ છે. તેમાં સક્રિયપણું છે પણ તેમાં ચૈતન્યપણું નથી. દેહમાં અશાતા વેદનીય કર્મના ઉદયથી ભૂખની વેદના દેખાય છે, તેમાં મોહભાવને લીધે રાગ-દ્વેષ થાય છે. જીવ રાગ-દ્વેષ કરે કે હું આમ કરું, ખાઉં, લઉં, મૂકું, પણ તેનું ધાર્યું થતું નથી. તેમ જ આહાર પેટમાં જતાં આહારને ખબર નથી કે હું લોહી, માંસ, હાડકાં, નખ, વાળ આદિરૂપે પરિણમું, પણ જડનો સ્વભાવ છે કે તેની યોગ્યતાના નિયમ મુજબ તે પરિણમે. જીવનું અને કર્મનું એક ક્ષેત્રે સંયોગી-સંબંધપણું છે. જીવના ભાવની અસ્થિરતા અને જડ કર્મને નિમિત્ત-નૈમિત્તિકપણું છે. જેમ સોયને ખબર નથી કે હું ખેંચાઈને લોહચુંબક પાસે જાઉં, પણ લોઢાની સોયમાં ખેંચાવાની યોગ્યતા છે, એને પત્થરમાં ચુંબક રસના કારણે ખેંચવાની યોગ્યતા છે, એમ નિમિત્ત નૈમિત્તિકપણું એ વસ્તુને હોઈ શકે. કોઈ વસ્તુ પોતાના કારણે બાધારૂપ ન હોઈ શકે. પણ તેને બીજાં નિમિત્તકારણ હોય અને તેમાં તે જોડાય તો પોતાની વિકારી (બાધારૂપ) અવસ્થા થાય. જેમ સોનું સોનાના કારણે મલિન કહેવાય નહિ પણ તાંબાના ભેળના કારણે મલિન કહેવાય છે. જીવની અશુદ્ધતામાં જડ વસ્તુ નિમિત્ત છે. તે નિમિત્તને વશ થતા જીવને સંસારી, અજ્ઞાની, રાગી, દ્વેષી, ક્રોધી વગેરે કહેવામાં આવે છે, માટે જીવ અજ્ઞાનાવસ્થામાં ઉપચારથી દેહાદિ, નોકર્મ, અને જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મનો કર્તા કહેવાય છે. જ્યાં જ્યાં રાગી આત્મા છે ત્યાં ત્યાં બંધ થવાનાં ઉમેદવારીવાળાં (યોગ્યતાવાળાં) રજકણો પડ્યાં છે; અને આત્મા પોતાનામાં જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષ કરે તેટલા પ્રમાણમાં નવાં રજકણો પ્રકૃતિ, સ્થિતિ, અનુરાગ અને પ્રદેશબંધપણે ચૈતન્ય સાથે બંધાઈ જાય છે. જડને ખબર નથી કે અમારે જીવને અમુક ફળ આપવું છે. મોઢામાં આહારનો પ્રવેશ થતાં આહારને ભાન નથી કે અમારે કેમ પરિણમવું છે. ઝેર અને અમૃતને ખબર નથી કે અમારે આનું ફળ દેવું છે, પણ જે ખાય તેને તેવું ફળ થાય. એમ જીવ પરનો કર્તા થયા વિના કર્મની સાથે તેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહેવાતો નથી. જીવની અશુદ્ધ અવસ્થાને તે કારણે ઉપચારથી કર્તા કહેવામાં આવે છે. જીવ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #256 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૦] [ભગવાનશ્રીકુંદકુંદ કહાનજૈનશાસ્ત્રમાળા પરમાર્થે શક્તિરૂપે પરમાત્મા જેવો શુદ્ધ છે, પણ અવસ્થાએ અશુદ્ધ છે. અવસ્થાએ પણ જો ત શુદ્ધ હોય તો પ્રગટ શુદ્ધ પરમાત્મદશા જોઈએ. જો જીવને તદ્દન શુદ્ધતા પ્રગટપણે હોય તો ઉપદેશ સાંભળવાપણું રહે નહિ અને દેહાતીત વીતરાગદશા-પૂર્ણ પવિત્રદશા હોવી જોઈએ પણ તેવી શુદ્ધતા તો જણાતી નથી. શુદ્ધતા માટે પુરુષાર્થ પણ નથી અને કથન માત્ર ગોખી રાખ્યું છે કે આત્મા સદા અસંગ શુદ્ધ છે. જો આત્મા અવસ્થાએ પણ ખરેખર અસંગ હોય તો આ તને અશુદ્ધ સંસારી દશા કેમ દેખાય છે? માટે અશુદ્ધ ભાવનું કર્તાપણું છે એમ માનો. જેમ લોઢાનો ગોળો અગ્નિથી તપાવેલો હોય, તેને પાણીમાં મૂકો તો પાણી શોષાય છે. અગ્નિનો પ્રત્યક્ષ વ્યાપાર દેખાતો નથી, છતાં અગ્નિનું કાર્ય પ્રત્યક્ષ દેખાય છે, તેમ ચૈતન્યઘન આત્મા જ્ઞાતા નિર્દોષ છે, પણ તે જ્ઞાતાપણું ભૂલીને જો રાગ-દ્વેષરૂપ કષાય અગ્નિરૂપ ક્રોધ, માન, માયા, લોભનું મનન કરે તો તે મલિનતાનું નિમિત્ત પામીને (જેમ ધગધગતા ગોળામાં પાણી પકડાઈ જાય છે તેમ આત્મપ્રદેશે જડકર્મ પડકાઈ જાય છે. પુણ્ય-પાપ મારાં રાગ-દ્વેષનો હું કર્તા, મન, વાણી, દેહની ક્રિયા, શુભાશુભ ભાવ એ મારા વડે થાય છે એવી પરવસ્તુની જે કત્વબુદ્ધિ જણાય છે, તે અશુદ્ધ ભાવનું નિમિત્ત પામીને, નવીન કર્મવર્ગણા આત્મા તરફ ખેંચાઈને બંધપણું પામે છે; તેથી જીવને પુદ્ગલકર્મનો કર્તા નિમિત્તની દૃષ્ટિએ, ઉપચરિત વ્યવહારથી કહેવામાં આવે છે. વર્તમાનમાં જીવની અશુદ્ધ અવસ્થા દેખાય છે છતાં પરમાર્ગદષ્ટિથી જુઓ તો આત્માનો બંધસ્વભાવ નથી, જીવ પરનો કર્તા નથી, અજ્ઞાનવશ રાગભાવનો કર્તા થાય છે. જડપુદ્ગલ પરમાણુદ્રવ્ય સ્વતંત્ર છે. તેની જે જે અવસ્થા બંધરૂપે થાય છે. તેનામાં જે પ્રકારે બંધ થવાની યોગ્યતા છે તે પ્રમાણે જીવના અજ્ઞાનમય રાગ-દ્વેષનું નિમિત્ત પામીને રજકણો ચોંટે છે. માટે ઉપચારથી જીવ કર્મનો કર્તા કહેવાય છે. અસભુત વ્યવહારથી જીવને જડકર્મનો કર્તા કહેવાય છે. વ્યવહાર એટલે નિમિત્ત, ઉપચાર. જેમ ઘી અને માટીનો ઘડો બેઉ જુદાં છે પણ તેમનો સંયોગી સંબંધ થયો હોવાથી ઘીનો ઘડો એમ લોકભાષામાં (વ્યવહારથી) કહેવાય છે. ઘડો કાંઈ ઘી નો બનેલો નથી, તેવી રીતે નિશ્ચયથી જીવ પુદગલકર્મનો કર્તા નથી, પણ તેને કર્મનો કર્તા કહેવા એ નિમિત્તનું જ્ઞાન કરાવનાર વ્યવહાર છે. [ તા. ૨૭-૧૦-૩૯] ત્રીજી શંકામાં શિષ્ય કહ્યું કે હે ગુરુ! જીવ કંઈ કરતો નથી, પણ એની મેળે કર્મ થયાં કરે છે. પ્રકૃતિ જ અનાદિથી એની મેળે બંધ-મુક્તપણે કર્યા કરે છે, માટે મારે પુરુષાર્થ કરવાની જરૂર જણાતી નથી. વળી કદાચ ઈશ્વર પણ કર્મનો કર્તા હોય, અથવા જીવનો ધર્મ કર્મ કરવાનો હોય તો પોતાની સ્વતંત્રતાએ છૂટી શકે નહિ. માટે મોક્ષનો ઉપાય કરવાપણું મને જણાતું નથી. એ કર્તાપણાની સૂક્ષ્મ સંધિ ક્યાં છે? તેનો સદુપાય જે હોય તે સમજવો. તેમાં એક પ્રશ્ન એ છે કે કર્મનો કર્તા કર્મ છે કે કેમ? Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #257 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૫] [૨૩૧ તેનો ઉત્તર આ ૭૪-૭૫મી ગાથામાં છે કે આત્મા જ્ઞાતા, નિર્દોષ જ્ઞાનમાત્ર છે એવી યથાર્થ પ્રતીતિપૂર્વક પોતામાં ઠરે તો તે કર્મને પ્રેરણા કરવામાં નિમિત્ત નથી જ, પણ અજ્ઞાનાવસ્થામાં જડને કર્મરૂપે પરિણમવામાં નિમિત્ત થવાની એક વૈભાવિક શક્તિરૂપ જીવની યોગ્યતા છે. ક્રોધ, માન વગેરે કલુષિતતા, હર્ષ, શોક, રતિ, અરતિ, ખેદ વગેરે ભાવો જીવ કરે છે ત્યારે મિથ્યા દૃષ્ટિવશ જીવ પરમાણમાં થતી અવસ્થામાં, રાગ-દ્વેષ કરે છે, ઠીક-અઠીક માનીને, પોતે પરવસ્તુમાં અટકે છે; અને એ નિમિત્ત-નૈમિત્તિકભાવ જડ વસ્તુમાં પ્રેરણારૂપે પ્રતિભાસે છે. માટે ઉપચારષ્ટિએ અજ્ઞાનભાવથી એ અશુદ્ધપણે જીવનો ધર્મ છે, તે વિચારી જુઓ. ૭૪ વળી કહે છે કે : જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. ૭૫ સ્વાશ્રય દૃષ્ટિના બળવડે ઔપાધિકભાવથી જુદો થઈને જો ભગવાન આત્મા માને કે હું નિર્મળ-શુદ્ધ જ્ઞાતા નિર્દોષ છું, શાન્તિ-આનંદથી સમતામય છું, એમ પ્રથમ શ્રદ્ધામાં જ્ઞાનસ્વરૂપપણે રહે તો પુણ્ય-પાપ, રાગ-દ્વેષનો કર્તા ન થાય, અને તેથી કર્મ પણ થતાં નથી એ નિયમ છે. પૂર્વકર્મના ઉદયમાં જોડાઈ શુભાશુભ ભાવ કરવાનો ધર્મ કાંઈ આત્માનો નિજધર્મ નથી. જો આત્મા તેનો સ્વામી તથા કર્તા ન થાય તો જડકર્મ કાંઈ પરાણે વળગતાં નથી, શુભાશુભ ભાવ પણ મારા નથી, મારો ધર્મ નથી; હું જ્ઞાતા સાક્ષી, જ્ઞાયક માત્ર છું. એમ સમજીને જો રાગમાં ન અટકે, અને જ્ઞાનમાં સ્થિર રહે, જ્ઞાનીપણે ટકી રહે તો પછી તે કર્મ થવામાં જીવનું પોતાનું નિમિત્ત રહેતું નથી; માટે કર્મ કરવાનો આત્માનો સહજ સ્વભાવ નથી. જો તેમ હોય તો સંસારથી મુક્ત, સિદ્ધ પરમાત્માવસ્થા પ્રગટ થાય નહિ અને સદા કર્મની ઉપાધિ રહે; માટે કર્મ કરવાનો જીવનો સ્વાભાવિક ધર્મ નથી. પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, શુભાશુભ ભાવ કરવા એ જો આત્માનો નિજ ધર્મ હોય, તો કોઈપણ ક્ષણે ધર્મીથી ધર્મ જુદો રહી શકે નહિ. જેમ ગોળનું ગળપણ ગોળથી ભિન્ન કોઈ ક્ષણે થઈ શકતું નથી તેમ કર્તાનું કાર્ય (કર્મ) કર્તાથી ક્ષણમાત્ર ભિન્ન થઈ શકે નહિ. માટે ક્રોધાદિનું કર્તાપણું પરમાર્થ નથી. વળી અનાયાસે કર્મ આત્માને વળગતાં નથી, તેમ જ કોઈ ઈશ્વર આદિ તે કર્મને વળગાડતો નથી. જો તેમ હોય અને અનાયાસે કર્મ થયા કરતાં હોય તો ક્યારેય પણ જીવ ક્રોધ, માન, માયા, લોભ, તૃષ્ણા, મમતા વગેરેથી નિવૃત્ત થઈ શકે નહિ, કર્મ કરવાનો જીવનો સ્વભાવ હોય તો તે કોઈ ક્ષણે તે ક્રિયાથી રહિત ન હોઈ શકે, તે ક્રિયા છૂટી ન શકે, પણ તેમ તો નથી. સિદ્ધ ભગવાનમાં તે ક્રિયા નથી. તેમનામાં જ્ઞાનમાત્રપણું છે. એમ વર્તમાનમાં પણ દરેક જીવ જ્ઞાન જ કરે છે, છતાં પોતાની ભ્રમણાથી માને છે અને કલ્પના કરે છે કે હું પરનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #258 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૩ર] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરું છું અથવા પર મારું કરે છે. પરવસ્તુમાં મારાપણાની અને કર્તાપણાની માન્યતા જીવ અજ્ઞાનભાવે કરી શકે છે, પણ પરનું કાર્ય કરી શકતો નથી; માત્ર રાગવડે વિવિધ કલ્પનામાં રાચે છે, પણ જડની ક્રિયા કરી શકતો જ નથી. સૂક્ષ્મપણે વિચારે તો જ્ઞાન સિવાય જીવ કંઈ કરી શકતો નથી. ઘણા લોકો પૂછે છે કે અમારે શું કરવું? તેનો ઉત્તર-ભેદજ્ઞાન કરીને જ્ઞાનમાત્ર સ્વભાવમાં રહેવું તે આત્માનું કાર્ય છે, ધર્મ છે તે કરવું, જ્ઞાનધર્મ દરેક ક્ષણે વર્તે છે, થાય છે, માટે જ્ઞાનમાં ટકીને જ્ઞાન કરવું. કોઈ કોઈને કાંઈ આપી શકે, લે, મૂકે, કે બોલવું, ચાલવું એ કોઈ ક્રિયા આત્માથી થતી નથી; પણ હું કરું છું. મારા વડે થાય છે, એમ અસત્ કલ્પના જીવ કરે છે. બહારથી હું કંઈ કરું તો મને ગુણ થાય એમ માનવું તે મિથ્યાત્વ છે. જેને ધર્મ માન્યો તે જો ખરેખર ધર્મ હોય તો ક્યારે પણ તે ભાવ છૂટી શકે નહિ. શુભરાગ, દયાનો ભાવ, ઈચ્છા, પુણ્ય પરિણામ વગેરે જીવનો નિજ સ્વભાવ નથી. આત્મજ્ઞાન પામીને પુરુષાર્થ વડે જેઓ મોક્ષદશા પ્રાપ્ત કરે છે, તેમને ઈચ્છા, રાગ આદિ કંઈ કર્મ રહેતું નથી. શુભ રાગાદિ પરાશ્રિત કર્મ છે અને ચેતનનું સ્વાધીન જ્ઞાનકર્મ છે. આત્મા કેમ કર્તા છે, કેમ અકર્તા છે, એટલું યથાર્થ જાણો તો અનંતકાળે નહિ. પ્રગટેલું અપૂર્વ તત્ત્વ પ્રગટાવવાનો તે ઉપાય છે; નિજપદની સમજણ તો પરમ સુખ પ્રાપ્ત કરવાનો યથાર્થ ઉપાય છે. લોકોને અનાદિથી જડભાવના કર્તુત્વની માન્યતા એવી દેઢ પકડવાળી થઈ ગઈ છે કે કોઈ તેથી બીજું કાંઈ કહે તો માને નહિ; કારણ કે પૂર્વે પરાધીનતામાં ઠીક માન્યું છે. જેને ઠીક માન્યું, પોતાનું કર્તવ્ય માન્યું તે માન્યતાને કેમ છોડે? હું બીજાને સુખી કરી શકું, બીજાનો ઉપકાર કરી શકું છું, હું પરનું કાર્ય કરી શકું છું, એ માન્યતા મહાપાપ છે. કારણ કે તે અનંતો અજ્ઞાનભાવ છે. જેને પુણ્યનો ઉદય હોય તેના પર સામા જીવને ઉપકાર કરવાની ઈચ્છા-રાગ આવ્યા વિના રહે જ નહિ. તારું કર્મ તેને તે કંઈ આપ્યું નથી. જો પરનું થઈ શકતું હોય તો જેટલું કરવા તું ધારે તેટલું થવું જોઈએ પણ તેમ થતું નથી. કોઈ કહે કે હું એકેકું પરનું કાર્ય મારી ધારણા મુજબ કરી શકું છું આવું જે અભિમાન તે અજ્ઞાન છે. દેહાદિની ક્રિયા હું કરી શકું છું, દાન આપી શકું છું, હું સેવા કરું છું, દયા પાળું છું, એ અજ્ઞાનીનું અભિમાન ખરેખર વૃથા છે. વાસ્તવિક તો એમ છે કે જેને, જ્યાંથી જે વખતે, જેવા પ્રકારે વ્યવહારથી નિમિત્ત થવાનું હોય તે વખતે થયા વિના રહે નહિ અને ન થવાનું હોય તો ઈચ્છા ઘણી કરે તોપણ કાર્ય ન થાય. સાચા તત્ત્વનાં કારણ-કાર્ય જાણ્યા વિના, તત્ત્વના ભાન વિના, મહામોહને વશ થઈ હું બીજાને સુખી કરું, દુઃખી કરું, હું જીવાડી શકું, હું મારી શકું, આવી માન્યતામાં જે જીવ હોંશ રાખે છે અને હરખના હડકા કરે છે અને તેમાં ધર્મ માને છે. તે અજ્ઞાની છે. જ્ઞાતાનો ધર્મ શું, હું શેનો કર્તા છું, મારું સ્વરૂપ શું, આત્મા શું કાર્ય કરી શકે છે તેનો ધીરજ રાખી કદી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #259 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૫] [૨૩૩ વિચાર કરતા નથી. પણ ગાડરિયા પ્રવાહ માફક જે માન્યતાથી સંસારી જીવો વર્તે છે તે જાતની માન્યતા અને વર્તન પોતે કરે છે, પણ મારું સ્વાધીન તત્ત્વ શું છે. તે મારાથી જ ઉજ્જવળ થઈ શકે છે તેની શી રીત છે તે જાણવાનો વાસ્તવિક પ્રયત્ન કાંઈ કરતા નથી. જગત જે માની રહ્યું છે તેનાથી આ વાત જુદી છે, સંસારથી તદ્ન ઊંધું છે. દયા, દાન, સેવા આદિનો શુભભાવ રાગદશાને લીધે આવે તે જુદી વાત છે, પણ એ રાગથી મારું ભલું થઈ જશે-રાગ કરવા જેવો છે એ માન્યતા મિથ્યા છે. લોકો બાહ્ય ક્રિયાથી, સેવાથી અને પુણ્યથી ધર્મ માને છે. વળી કહે છે કે અમે અમારી ફરજ બજાવીએ છીએ. અનાસક્તિીથી કર્તવ્ય કરીએ છીએ, એવી અસત્ કલ્પનાથી રાગની રુચિમાં પોતે ધર્મ માની બેઠા છે. તે ભલે ગમે તેવા સંસારના ડાહ્યા હોય, પણ જ્ઞાની કહે છે કે તે મોટા મૂઢ છે, સંસારના સમા અને જગતના ડાહ્યા, તે મોક્ષમાર્ગથી ઊંધા અને અનંત સંસારમાં રખડનારા છે. લોકોને બહારથી સ્થૂળ દેખાવની ભૂલવણીમાં ઘણો ઘણો મોહ થઈ રહ્યો છે. રાગીને ઈચ્છા ઊપજે છે અને કદી જોગાનુજોગ ક્રિયા થતી દેખાય, તેથી માને કે મેં સામાને આમ કર્યું, આમ ન થવા દીધું; પણ એ માન્યતાઓ ભ્રમ છે. શું થાય છે, કોનાથી કેવી રીતે થાય છે, તે જોવાની ફૂરસદ નથી. સ્વયં પોતાની ભૂલના કારણે જગતના જીવો સંસારમાં રખડે છે અને સાચો ન્યાય એટલે સત્ ધર્મની-આત્માના ઘરની વાત આવે છે ત્યાં નકાર કરે છે, પણ સત્ય અને સત્યની વાત ત્રિકાળ જેમ છે તેમ રહેશે. સને સંખ્યાની જરૂર નથી. લોકો માને અગર ન માને, તેની ધર્માત્મા જ્ઞાનીને ફિકર ન હોય. જેને ગરજ પડે તે સની ખોજ કરે. જ્ઞાની જગતને સુધારવા માટે રોકાઈ જતા નથી. મુખ્યપણે જ્ઞાનીની વાત અજ્ઞાની જનોને ઝટ હૈયે બેસતી નથી. ત્રણે કાળના જ્ઞાની એક જ બોધ કહી ગયા છે કે આત્મા, સ્વસ્વરૂપના ભાને પોતાના જ્ઞાનભાવનો કર્તા છે. આત્માનો ધર્મ પરનું કંઈ કરવું તે નથી. આત્માની યથાર્થ પ્રતીતિ અને તે-રૂપ શ્રદ્ધા; જ્ઞાનમાં ટકી રહેવું એ જ્ઞાનનું કાર્ય છે; છતાં ઊંધો પડે અને પોતાના ગુણને વિપરીત પણે માને, તો અજ્ઞાનભાવે-રાગ-દ્વેષ, ક્રોધાદિ કરે, તે દૃષ્ટિએ તો મિથ્યાજ્ઞાનનો કર્તા થાય. જડની ક્રિયા હું કરું છું, એ ભાવે તો રખડવું થાય. માટે શુભ-અશુભ રાગ, તથા પોતાને આધીન નથી એ બાહ્ય ક્રિયાનું કર્તાપણું મારું છે એ આદિ અભિમાન છોડે તો ધર્મની જાત શું તે જણાય છે–સમજાય છે. પ્રશ્ન :- અંતરમાં વિચાર કરીએ તો અંતરનાદ ન આવે કે તારું કર્તવ્ય આમ જ છે? ઉત્તર :- જ્યાં લગી યથાર્થ વસ્તુતત્ત્વનું ભાન નથી ત્યાં લગી તેનું જ્ઞાન વિપરીત (અજ્ઞાનમય) છે. હિંસા કરનાર-બોકડા કાપનાર કસાઈને શું નાદ આવે? જ્ઞાનમાં ઊંધું બેઠું છે તેથી તે ઊંધું જ્ઞાન કરે. હું રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, મન-વાણી દેહની ક્રિયાનો કર્તા છું, એ મારું કર્તવ્ય છે, શુભપરિણામ તે મારાં છે એમ પોતાને ભૂલેલો હોવાથી માને છે કે એ મારો ધર્મ, અથવા એ બધું ઈશ્વરાધીનપણે થયા કરે છે એમ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #260 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા માને છે અને જે પ્રારબ્ધનું કાર્ય બને છે તેમાં ઠીક-અઠીકની કલ્પના વડે કર્તૃત્વ, મમત્વબુદ્ધિ કરે છે. અનંત કર્મપરમાણુ પુદ્ગલોનું નાટક થઈ રહ્યું છે. શુભ-અશુભ પુણ્ય-પાપની વૃત્તિથી ઊપજે છે; તેમાં કર્તૃત્વ, મમત્વ સળંગ ટકાવીને પોતે પોતાના જ્ઞાનમાં ઊંધો પડ્યો હોવાથી જડના રસને વેદે છે અને અજ્ઞાનભાવે રાગ-દ્વેષનો કર્તા અને સુખ-દુઃખની પરાધીનતાનો ભોક્તા થાય છે. અંતરંગ ઘાતિકર્મ જે મોહ છે તે સૂક્ષ્મ રજકણો-ધૂળ છે, તેના ઉદયમાં જોડાતાં અજ્ઞાની જીવને ઇષ્ટ-અનિષ્ટની વૃત્તિ ઊઠે છે; તે મારા સ્વભાવમાંથી નીકળે છે. એમ માની પરવસ્તુમાં મારાપણાની ભ્રાન્તિને લીધે આમ કરું તો ઠીક, આમ કરું તો દયા પળાય, વગેરે અનેક ભૂલવાળી માન્યતા કરીને અજ્ઞાનદશામાં જીવ ટક્યો છે. જે કાર્ય જડની અવસ્થામાં થાય છે તેમાં પોતાનો અધિકાર માની પોતાની અશુદ્ધતા જાળવી રાખવી તે સંસાર છે. “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” જગતના જીવો સુખના કામી છે, કોઈને દુઃખ જોઈતું નથી, એટલે પ્રથમ ભણકાર મૂક્યો કે દુઃખ જોઈતું નથી છતાં કેમ આવે છે? તો કહે કે પોતાના સ્વરૂપની યથાર્થ સમજણના અભાવે દુઃખ આવે છે, પણ એમ ન કહ્યું કે અમુક પુણ્ય, અમુક દેહાદિની ક્રિયા, શુભરાગ વગેરે ન કર્યું તેથી દુઃખ આવ્યું. જીવનું કર્મ-કાર્ય તો જ્ઞાનમય છે, જ્ઞાનથી તે ભિન્ન નથી. વળી તેમાં કહ્યું છે કે પોતે અનાદિ અનંત છે, પોતાને ભૂલ્યો તેથી ઊંધો પડયો અને અનંત દુઃખને પામ્યો અને હજુ જો નહિ સમજે તો ભવિષ્યકાળમાં પણ અનંત દુઃખને પામશે. તે દુઃખનું મૂળ જેમના બોધની છે એવા શ્રી સદગુરુ ભગવંતને નમું છું. સાચી સમજણ એ જ જીવ માત્રનું કાર્ય છે. જેવું સ્વરૂપનું જ્ઞાન લક્ષણ છે તેવું તેને નહિ માનતાં અન્યથાપણાનો સ્વીકાર કર્યો. તે ભૂલ કેમ ટાળવી, તે રીતની લોકોને ખબર પડતી નથી. લોકોને લૌકિક ઉપદેશ જોઈતો હોય તો તેવી નિશાળો ઘણી છે; ત્યાં કહે છે કે કંઈક કરો, સક્રિય કાર્ય કરો, આમ કરવું જોઈએ વગેરે વગેરે. તેની વાહવાહ બોલનારા પણ ઘણા હોય છે, કારણ કે એ રીતે સહેલામાં ધર્મ માન્યો છે; તેઓને મધ્યસ્થપણે સાચું તત્ત્વ સમજવું નથી. દેહાદિની ક્રિયાને પોતાની માનવાનો અનાદિથી અભ્યાસ છે, તેથી કંઈક કરું, પુણ્ય કરું, દયા કરું તો મને સુખ થાય; એમ કંઈક ઈચ્છા કરું, વિકાર કરું, તેમાંથી કંઈ ગુણ થશે એમ માને છે. શુભાશુભ રાગભાવથી અરાગીપણું એટલે કે વિભાવથી નિજગુણરૂપ સ્વભાવ ઉઘાડવા માગે છે પણ તેમ બને નહિ. કોઈ કોઈ વખતે કર્તુત્વબુદ્ધિમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #261 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ર૩પ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૬] જોગાનુજોગ સરખું લાગે છે પણ ઊંડું વિચારે તો તેનું ધાર્યું થયું નથી એમ જાણે. ઈચ્છા છે તે દુઃખનું લક્ષણ છે. જો સુખ હોય તો ઈચ્છા થાય નહિ. ઈચ્છા થાય છે તેમાં પર નિમિત્તની આડ છે, તેમાં વિરુદ્ધતા જ છે. જીવો સુખ અર્થે ઘણું ઘણું કરે છે, છતાં સાચું સુખ થતું નથી. પરવસ્તુમાં સુખ છે એવી માન્યતા હોવાથી પરાશ્રિત સુખબુદ્ધિ ટળતી નથી. પરવસ્તુમાં કદી પણ સુખ નથી. જડનું કાર્ય ચેતનને આધીન નથી. આત્માનું કાર્ય જ્ઞાનમાત્ર છે. જેમ શેરડીમાં રસ છે, તેમ જ્ઞાતા ચૈતન્ય આત્મા કેવળ જ્ઞાનરસવાળો જ્ઞાયક જ છે, પુણ્ય-પાપ આદિ ક્રિયા કરવાનો તેનો ધર્મ નથી. પરનું કર્તુત્વ મારું માનવું એ મહાપાપ છે, એ સ્વરૂપની હિંસા છે; જ્ઞાનનું આવરણ વધારવાનો ઉપાય છે. અજ્ઞાનભાવે જે રાગ-દ્વેષનું કર્તાપણું છે તે જીવનો મૂળ ધર્મ નથી, પણ જીવની કલ્પના છે. ઊંધી માન્યતા છે માટે તે જીવનો ધર્મ નથી. ૭૫ આગળ શિષ્ય આશંકા કરી હતી કે “આત્મા સદા અસંગ ને કરે પ્રકૃતિ બંધ” તેનો હવેની ગાથામાં ઉત્તર આપે છે કે : કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ તારું સ્વરૂપ શુદ્ધ શક્તિરૂપે છે. અવસ્થાએ કેવળ અસંગ અને નિર્મળ હોત તો તને પ્રથમથી જ ભાસ કેમ ન થાત? અસંગશુદ્ધ તો નિજભાન થયે પુરુષાર્થથી પ્રગટ થાય છે. શક્તિએ, સ્વરૂપે, દ્રવ્યસ્વભાવે તો શુદ્ધ પરમાત્માપણું છે; જેમ તલમાં તેલ શક્તિરૂપે છે તથા શેરડીમાં રસ છે તેમ, પણ તેને પીલીને તે જાતની ક્રિયા કર્યા વિના એમને એમ તેનો સ્વાદ લઈ શકાય નહિ; તેમ આત્મા આનંદમૂર્તિ, જ્ઞાતાદેષ્ટા ભગવાન છે. તે પરમાર્થે તો જ્ઞાનાનંદ શુદ્ધ પવિત્ર છે. પણ વર્તમાન અવસ્થામાં ભૂલ છે, મલિનતા છે. તે ઉપાધિ રહિત હું નિત્યસ્વભાવે પૂર્ણ શુદ્ધ કૃતકૃત્ય છું એવી સાચી શ્રદ્ધા વડે રાગાદિકથી જુદો પડી, પુરુષાર્થ વડે પ્રથમથી જ ઉજ્જવળતા કરે, અને યથાર્થ સ્વાનુભવની પ્રતીતિ, સમ્યજ્ઞાન અને ચૈતન્યતત્ત્વમાં ટકી રહેવા રૂપ એકાગ્રતાવડે જેવું તત્ત્વ છે તેવું જાણે-અનુભવે તો વર્તમાન અવસ્થાએ જ્ઞાનાનંદ, અસંગ, શુદ્ધ થઈ શકે છે. તે સ્વભાવે તો પુણ્ય-પાપ રાગાદિવાળો નથી, કેવળ અસંગ છો; દ્રવ્યસ્વભાવે અસંગ છો, પરમાર્થે તારું સ્વરૂપ અસંગ છે, શુદ્ધ છે, પણ સર્વથા અસંગ નથી, એટલે અવસ્થાએ અસંગ (શુદ્ધ) નથી, પણ પરમાં સચિવડ, રાગની સચિવડે મલિનતા, અશુદ્ધતા છે. તે અશુદ્ધતા પુરુષાર્થ વડે ટાળીને શુદ્ધ દશા પ્રગટે ત્યારે અસંગ થવાય. શિષ્ય શંકા કરી હતી કે ઈશ્વરની પ્રેરણાથી જ કાર્યો થયા કરતા હોય અને મારું કર્તવ્ય બધું ઈશ્વરાધીન થતું હોય તો મારે પુરુષાર્થ કરવાનો રહેતો નથી. મારો મોક્ષ ઈશ્વરની કૃપાથી થશે; પણ તે બરાબર નથી. તેનો અર્થ તો એવો થાય છે કે- અત્યારસુધી સંસારમાં તને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #262 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા રખડાવનાર ઈશ્વર ઠર્યો; ગુનો કરનાર તું અને ટાળનાર ઈશ્વર; પણ એમ હોઈ શકે નહિ. માટે જે વિધિએ માર્ગ છે તે સમજે તો જ માર્ગ સમજાય. ૭૬ હવે ઈશ્વરનું ખરું સ્વરૂપ કહે છે : કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૭ પ્રગટ દશામાં પણ જેનો સ્વભાવ પૂર્ણ શુદ્ધ થયો છે, જેઓ રાગ-દ્વેષ, ઈચ્છા, ઉપાધિ રહિત છે, છેલ્લામાં છેલ્લી પૂર્ણ દશા, જ્ઞાતા-દ્રષ્ટા સાક્ષીસ્વભાવ જેને પ્રગટ થયો છે તેને કંઈ કરવાનું બાકી રહે નહિ. જો કંઈ કરવું બાકી રહે તો વ્યાકુળતા રહે અને જેને વ્યાકુળતા હોય તેને ઈશ્વર કહેવાય નહિ. જો ઈશ્વરને કંઈ કરવું રહે તો તે ઈશ્વર ન કહેવાય. આત્માનો સ્વભાવ એવો અગુરુલઘુ છે કે પૂર્ણ શુદ્ધતા પ્રગટી જાય પછી તેને વધવાપણું રહે નહિ. પૂર્ણ શુદ્ધતા બેહદઅમર્યાદિત છે. આત્મા જ્યારે સર્વ કર્મ કલંક ઉપાધિથી મુક્ત થાય ત્યારે તેમાં કાંઈ અશુદ્ધતાનો અંશ રહે નહિ. એવો પૂર્ણ શુદ્ધ આત્મસ્વભાવ જેને પ્રગટ થયો છે તે ઈશ્વર છે. તેને જગત ઉપાધિનો કર્તા કે ઈચ્છાવાળો કહેવો તે દોષપણું છે. વસ્તુનો સ્વભાવ અગુસ્લઘુ છે, અગુરુ એટલે પૂર્ણતા થઈ, પછી તે પૂર્ણ શુદ્ધતાની મર્યાદા છોડીને વધી ન જાય; અલઘુ એટલે સંસારાવસ્થામાં જ્ઞાનગુણને ઘણું આવરણ આવી જાય અને ચેતનાશક્તિ ખૂબ ઘટી જાય, તોપણ અલ્પજ્ઞાનનો ઉઘાડ (લઘુજ્ઞાન) તો કોઈ કાળે ટળે નહિ. જેની પૂર્ણ કૃતકૃત્ય દશા થઈ અને અવસ્થાએ શુદ્ધ પરમાત્મા થયા તે ઈશ્વર છે. તે જગતના જીવોનું કાંઈ કરે નહિ, સૃષ્ટિનું કોઈ કાર્ય કરે નહિ, કરાવે નહિ. જીવોને રાગ-દ્વેષની પ્રેરણા કરે એવો આરોપ ઈશ્વર ઉપર નાખવો તે ઈશ્વરને દોષવાળો માનવા જેવું થયું. જેને સ્વતંત્ર સાચો પુરુષાર્થ કરવો નથી તે કંઈ કંઈ કલ્પના કરી બેસે છે અને પરાશ્રિતપણાથી મોક્ષસાધન માને છે, અથવા કંઈ કરતાં મોક્ષ થઈ જશે એમ માને છે, પણ તેમ નથી. પોતે જ પોતાનો ઈશ્વર છે, એમ પોતાનું યથાર્થ સ્વરૂપ સત્સમાગમ વડે જાણવામાં આવે તો પોતાની જાતના પુરુષાર્થ વડે રાગનો અભાવ થવારૂપ જ્ઞાનદશાની કેળવણી અને જ્ઞાનની સ્થિરતારૂપ સાધન-ક્રિયાથી ઇષ્ટ સુખની પ્રાપ્તિ થાય છે. [ તા. ૨૮-૧૦-૩૯] (૭૭મી ગાથા વિષે શ્રીમદ્ રાજચંદ્ર આવૃત્તિ ૫ મી ભા. બીજો-આત્મસિદ્ધિશાસ્ત્ર પાનું ૩૭, ૩૮, ૩૯ માં જોઈ લેવું.) ૭ર મી ગાથાનો ઉત્તર ૭૬, ૭૭મી ગાથામાં કહ્યો કે દોષ કરનાર તો પોતે અશુદ્ધ આત્મા છે; પોતે પોતાને ભૂલી પરવસ્તુને નિમિત્ત બનાવે છે. એ રીતે અજ્ઞાનીને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #263 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૩૭ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] અજ્ઞાનનું કર્તાપણું છે. જે કરે તે ભોગવે તેમાં ઈશ્વરનો હાથ સંભવતો નથી. વળી પોતાને કરવાનું કાર્ય ઈશ્વર કરી દે તે બનવું સંભવિત નથી, કારણ કે દરેક દ્રવ્ય પોતે સ્વાધીન છે, તેના ગુણદોષની અવસ્થા બીજો કોઈ પલટાવી દે તો પરાધીનપણું આવે અને વસ્તુનો અભાવ થાય તે દોષ આવે. આત્મા અવસ્થાએ તદ્દન નિર્મળ-શુદ્ધ જ હોય તો તેને કંઈ ઉપાધિ ન હોવી જોઈએ, પણ તેમ નથી. અનાયાસે કર્મ થયાં કરતાં હોય તો તેનો અર્થ એ થયો કે જીવે પોતે ઈચ્છા ન કરી અને કર્મપ્રકૃતિનું એની મેળે રાગાદિના નિમિત્ત વિના બંધાવું, છૂટવું થયા જ કરે; જો તેમ હોય તો તે પ્રસંગથી મુક્ત થવાનો ઉપાય હોઈ શકે નહિ. ઈશ્વરાદિ કોઈક પરાણે કર્મ વળગાડી દે, તો જીવ કદી મુક્ત થાય નહિ, અજ્ઞાનતાથી જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરી શકે છે અને સત્ય પુરુષાર્થડે શુદ્ધ થઈ શકે છે. પૂર્વનાં કર્મ જીવ સાથે બંધાએલા છે તે જીવને નડે છે એમ નથી, પણ પૂર્વે પોતે ભૂલ કરી છે; વર્તમાનમાં તેની ભૂલ કરવાનું ચાલુ રાખે તો તેને નિમિત્ત કહેવાય. જેને અતીન્દ્રિય જ્ઞાનનો પુરુષાર્થ કરવો નથી તેઓ કહે છે કે શું કરીએ, અંતરાય કર્મ નડે છે. ખરેખર તો તત્ત્વની રુચિ વિના પુરુષાર્થ કરતો નથી પણ પરનો એટલે નિમિત્તનો-કર્મનો દોષ કાઢે છે અને કહે છે કે મને આટલું નડતર છે માટે મારાથી કાંઈ થતું નથી, જે કંઈ થાય છે તે કર્મ પ્રકૃતિના આધારે થાય છે; એમ પુરુષાર્થહીન બનીને સંસારમાં રખડે છે. વળી કોઈ કહે છે કે - આપણું કર્યું કાંઈ થતું નથી. કાંઈ ભક્તિ, પુણ્ય, દાન કરીએ તો ઈશ્વરકૃપા થાય. બધું ઈશ્વરેચ્છા અનુસાર કાર્ય થાય છે, આપણું ધાર્યું થતું નથી. આ માન્યતા પણ ખોટી છે. પોતે ઊંડાણથી અંતરમાં વિચારે કે હું કાંઈ રાગ-દ્વેષની ચિંતવના કરું છું કે કેમ અને ઇન્દ્રિયો આદિ પરવસ્તુમાં અને પુણ્યાદિમાં મને સુખબુદ્ધિ, મમત્વબુદ્ધિ થાય છે કે કેમ? એ પ્રમાણે વિચારતાં માલૂમ પડે કે ભૂલ તો મારી થાય છે. ભૂલ પોતે કરે અને માને એમ કે ભૂલ કરાવવા અને ગુણ કરાવવા બીજા કોઈ આવે, એ કેમ સંભવે? પોતાને અતીન્દ્રિય વસ્તુતત્ત્વનો પુરુષાર્થ કરવો નથી અને દોષ કાઢવો છે બીજાનો, કે મને બીજાઓ રાગી-દ્વેષી, સુખી-દુઃખી કરાવે છે, અથવા બધુંય ઈશ્વરેચ્છા મુજબ થયા કરે છે. “હરિએ ધાર્યું હોય તેમ થાય, આપણે તો કંઈ પણ કરતા જ નથી, બધુંય એને આધારે છે. જો એમ હોય તો ગુણદોષકર્તા જીવ ન કર્યો. એમ માનવામાં તો ઘણા દોષ આવશે. “હરિ”નો અર્થ એવો છે કે પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, અશુભ-અશુભ વૃત્તિની મલિનતારૂપ પાપના ઓઘને હરી લે, નાશ કરે તે ચૈતન્ય-આત્મા હરિ છે; બીજો કોઈ હરિ નથી. જડમાં પણ પોતાની વસ્તુશક્તિથી ઈશ્વરપણું છે. જડપ્રકૃતિની ક્રિયા પણ સ્વતંત્ર છે. તેનું પણ નિયમબદ્ધ પલટવું થાય છે, પણ તેનામાં જ્ઞાન નથી. શ્રીમદે તેને જડેશ્વર કહેલ છે. જડમાં ચૈતનત્વ નથી. જીવ તો પ્રત્યક્ષ ચિંતવન કરે છે; રાગ-દ્વેષ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #264 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૮ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મેં કર્યાં, મન, વાણી, દેહનાં કાર્યો હું કરું, દયા, સેવા કરું એમ અજ્ઞાની જીવ માને છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા વગેરે ચિંતવના તથા ગ્રહણ, અગ્રણના વિકલ્પ કરે છે ને ઠીક-અઠીક માને છે. જડ વસ્તુનું ગ્રહણ આત્મા કરતો નથી છતાં અજ્ઞાનદશામાં જીવ માને છે કે હું ૫૨વસ્તુનાં ગ્રહણત્યાગ કરું છું; એ માન્યતા ઊંધી છે. પોતાના જ્ઞાનમાં ઊંઘી માન્યતા કરનાર જીવ પોતે સ્વતંત્ર છે. ક્ષમા, દયા, ક્રોધાદિ ભાવે જીવ જો પ્રવર્તતો નથી તો જડનો સંગ તેને કોઈ રીતે થતો નથી. ક્રોધ ન કરે તો પોતે ક્રોધી થતો નથી. પૂર્વે રાગાદિકના નિમિત્તે બંધાએલા શુભ-અશુભ કર્મનો જીવની સાથે સંયોગ, સંબંધ છે. જીવ પોતે પ્રકૃતિના ઉદયમાં જોડાય તો નવા રાગ-દ્વેષ થાય છે અને તેથી નવું કર્મબંધન થાય છે. દેહધારીપણે પોતાના અપરાધથી જીવને રખડવું થાય છે, અશાંતિ થાય છે તે જીવને પોતાની ભૂલનું ફળ છે. ૫૨વસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટપણું અજ્ઞાની માને છે, તેથી બંધન થાય છે; પણ સમ્યગ્દષ્ટિ ધર્માત્માને જડ અને ચેતનનું જુદાપણું-સ્વતંત્રપણું સ્પષ્ટ જણાય છે; તે જાણે છે કે હું શુદ્ધ છું, અવિનાશી છું, રાગાદિ પુણ્ય-પાપ તથા દેહાદિનો કર્તા નથી, તેનો સ્વામી નથી; એમ અસંગ, નિર્મળ, વીતરાગષ્ટિના ભાન વડે તે માને છે કે મારામાં અને સિદ્ધ ૫૨માત્મામાં ૫૨માર્થે કાંઈ તફાવત નથી. હું નિર્દોષ, વીતરાગ જ્ઞાતાદેષ્ટા છું, એવી નિર્દોષ દૃષ્ટિ હોવાથી જ્ઞાનીને આત્મતત્ત્વનું સળંગ-ધારાપ્રવાહી જ્ઞાન વર્તે છે; પોતાની જરા નબળાઈને લીધે રાગાદિકની અલ્પ અસ્થિરતા આવે છે; પણ રાગાદિકની ઈચ્છા અને રુચિ તેને નહિ હોવાથી તત્ત્વદૃષ્ટિથી આત્માનું તે કાર્ય નથી. આત્મા ૫૨નો તો કર્તા નથી પણ રાગાદિકનોય કર્તા ધર્મી જીવ ૫૨માર્ચે નથી, કારણ કે તેને વીતરાગષ્ટિ છે. પુરુષાર્થની નબળાઈથી મારી વર્તમાન અવસ્થા મલિન છે, તે દોષ છે, એમ જાણતો હોવાથી પોતાનો સત્ય પુરુષાર્થ વધારે છે. હું પરમાર્થે નિર્દોષ છું, એમ વિચારી અસ્થિરતાથી થતા રાગાદિકનો પણ ત્યાગ કરે છે. રાગાદિકનો ત્યાગ ક૨વો એટલે રાગ રહિત પોતાના જ્ઞાનમાં ઠરવું-ટકવું, તે કર્તાનું ધર્મકાર્ય છે, પણ પુણ્ય-પાપ, શુભાશુભ ભાવ તે ધર્મ નથી. ધર્મ તો સ્વચ્છ, ઓપિત, નિર્મળ છે. તે સમ્યગ્દર્શનનું બળ એવું છે કે મિથ્યાત્વ સંબંધી કોઈ દોષને ઉત્પન્ન થવા દે નહિ. માટે સમ્યગ્ગાની ઉપાધિભાવનો કર્તા નથી પણ જ્ઞાતા છે. પુરુષાર્થની નબળાઈને લીધે અસ્થિર થવાથી વર્તમાનમાં અલ્પ બંધ થાય છે, તેને દૃષ્ટિની અપેક્ષાએ બંધ ગણ્યો નથી. હું નિર્મળ નિર્દોષ, સ્વાધીન તત્ત્વ છું, ૫૨નું કર્તવ્ય મા આધીન નથી, હું શાયકમાત્ર, જ્ઞાનનો કર્તા છું. એમ અભિપ્રાય પલટી ગયો એટલે ત્રિકાળ શુદ્ધ સ્વભાવનો દૃઢ અભિપ્રાય થયો. એવો દેઢ અભિપ્રાય થતાં જડ પ્રકૃતિનું જો૨ ભાસે નહિ; અનંત સંસા૨ભ્રમણાનું કારણ જે મિથ્યાભાવ તે ટળી ગયો, એટલે હવે અલ્પકાળ સંસારમાં રહેવું થાય. જો તીવ્ર જ્ઞાનદશાની સ્થિરતાનો પુરુષાર્થ કરે તો શીઘ્ર મુક્તિ થાય અને મંદ હોય તો થોડો વધારે કાળ લાગે. આત્માનું ભાન થતાં અન્તઃક્રોડાક્રોડી સાગ૨ની કર્મસ્થિતિ રહે છે, પણ અધિક બંધન થાય નહિ. ધર્માત્માને સંસા૨પ્રસંગમાં રહેવું થાય છતાં તેમને જ્ઞાની Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #265 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] [૨૩૯ અને નિર્દોષ વીતરાગદૃષ્ટિવંત કહ્યા છે, કારણ કે તેની અન્યથા માન્યતા નથી, મિથ્યા વર્તન નથી; તે સમ્યક્ પ્રતીતિ, સમ્યજ્ઞાન અને તેની દશાના પ્રમાણમાં સમ્યક્રચારિત્રરૂપ સ્વગુણમાં ટક્યો છે; પણ જેને તત્ત્વનું, હિત-અહિતનું ભાન નથી અને વાતો કરે અને માને કે હું શુદ્ધ છું, રાગાદિકમાં એકમેક થઈ બેઠો છે, છતાં કહે છે કે કર્મ એની મેળે થયાં કરે છે, હું તેનો કર્તા નથી, આત્મામાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપ કાંઈ નથી, કારણ કે સિદ્ધ પરમાત્મામાં પણ નથી તો તેમ માનનાર અજ્ઞાની છે. તેને વિષે આગળ આવશે કે “મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” આત્મા શક્તિસ્વભાવે શુદ્ધ છે, પણ અવસ્થાએ વર્તમાનમાં અશુદ્ધ છે. તે જાએ નહિ અને પોતાને શુદ્ધ જ માને અને સત્ય પુરુષાર્થ કરે નહિ તેને મિથ્યાષ્ટિ માનવા. આત્મા પોતાને ભૂલીને ક્રોધાદિ વગેરે રાગ-દ્વેષમાં પ્રવર્તે છે, અપરાધ કર્યા વિના જ પરાણે બંધ થાય તેમ બને નહિ; પણ જીવ તો પ્રત્યક્ષ રાગ-દ્વેષનું ચિંતવન કરે છે તે જાણી શકાય છે. ઈશ્વરાદિ કર્મ વળગાડી દે અથવા તે મુક્ત કરી દે એ માન્યતા વ્યાજબી નથી; કારણ કે તેમાં જીવ પોતે પરાધીન થયો. પરાશ્રિત હોય તે સુખી અને સ્વાધીન હોઈ શકે નહિ, માટે ઈશ્વર બીજા જીવોમાં ગુણદોષ ઉત્પન્ન કરતા નથી; માટે પ્રથમ ઈશ્વરનું સ્વરૂપ નક્કી કરવું જોઈએ. એ સમજ્યા વિના જગતમાં અનાદિથી પરાધીન મનોદશા પોતાની ભૂલથી ચાલી આવે છે, તેથી કોઈક ઉપર ગુણદોષનું આરોપણ કરે છે. મારી પોતાની ભૂલ છે અને ભૂલ ટાળવી આવશ્યક છે, તેમ તેને થતું નથી અને તેથી દોષ રહિત થવાનો સત્ય પુરુષાર્થ તે કરતો નથી. લોકોમાં એક એવો અભિપ્રાય છે કે ઈશ્વર કર્તા છે. તે સૃષ્ટિનો ઉત્પાદક અને લય કરનાર છે, વગેરે વગેરે જે માન્યતા ઊભી કરેલ છે. તે ખોટી માન્યતા સ્વીકારવાથી; પોતે પોતાની સ્વાધીનતા સમજી શકતા નથી અને સ્વાધીન પુરુષાર્થ ઉપાડી શકતા નથી. જગતને સુખ, સ્વાધીનતા જોઈએ છે, છતાં પરાધીન માન્યતા રાખવી છે, તે કેમ બને? ઊંઘી માન્યતાના ઘણા ઘણા પ્રકાર છે. કોઈ માને છે કે શું કરીએ, અમારા કુળનો નિયમ છે. એમ કરીએ તો જ દેવ-દેવીઓની કૃપા રહે. શાંતિનાથ ભગવાનની માળા ફેરવીએ તો શાંતિ થાય. કંઈ ખોવાયું હોય, માંદું પડ્યું હોય તો બાધા-આખડી પણ કરે, કાં કોઈ દેવી કૃપા કરશે, કોઈ ઈશ્વર આપી દેશે. એમ ધર્મના ન્હાને ઘણા પ્રકારે મિથ્યા માન્યતાઓ વર્તે છે તેને ગણતાં પાર આવે નહિ. કેટલાક કહે છે કે આપણામાં કાંઈ કરવાની શક્તિ નથી, માટે ઈશ્વરની ભક્તિ કરીએ. પણ ઈશ્વર કોણ છે? કેવો છે? તેની તો ખબર નથી. તો ભક્તિ કરશે કોની? બનારસીદાસ કહે છે કે દિન ભયો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #266 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પ્રભુ પદ જપે, મુક્તિ કહાંસે હોય?” હે નાથ ! મને તારજો, તું મારો આધાર છે, તું જગતનું પાલણપોષણ કરનાર છો વગેરે પ્રકારની ભક્તિથી કલ્યાણની ઈચ્છા કરે છે; પણ કલ્યાણ શું અને કેમ થાય તેની ખબર તો નથી, તેથી ફક્ત તે રાગની ભક્તિ કરે છે. પ્રશ્ન :- લોકમાં ઈશ્વરકૃપા વિષે કહેવાય છે ને? ઉત્તર :- પુણ્યનાં રજકણો જોગાનુજોગ ઉદયમાં આવે ત્યારે જીવ કલ્પના કરે છે કે ઈશ્વરની કૃપા થઈ તેને વસ્તુતત્ત્વનું ભાન નથી. તે ઊંધી ખતવણી કરે છે અને ઈશ્વર જગતનો કર્તા છે વગેરે અનેક પ્રકારની કલ્પના ઊભી કરે છે. ખરી રીતે બધા આત્મા સ્વતંત્ર છે. ચૈતન્યમૂર્તિ આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ પોતાથી જ થાય છે, જન્મ-મરણ, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, અને મિથ્યા માન્યતા પણ પોતાથી જ થાય છે, પોતાના જ્ઞાનગુણની ઊંધાઈ અથવા સવળાઈ બીજો કરી શકે નહિ. બીજો કરી શકે તો જીવતત્ત્વનો અભાવ માનવાનો પ્રસંગ આવે. દોષ કરવો તે જીવનો સ્વાભાવિક ધર્મ નથી પણ પર્યાય ધર્મ છે. ઇષ્ટ-અનિષ્ટપણાની માન્યતા પોતે જ કરે છે, હું આમ કરું, હું આમ ન કરું, એમ માને છે; પણ કાર્ય તો તે તે વસ્તુમાં તે તે વસ્તુના કારણે થવાનું હોય ત્યારે થાય છે; છતાં વચ્ચે પોતાનું કર્તાપણું અને મારાપણું સ્થાપન કરે છે. તેઓને વસ્તુનું ભાન નથી. વસ્તુતત્ત્વની શ્રદ્ધા નથી. તેઓ માને છે કે હું બીજાને સુખી કરું, દુઃખી કરી શકું, ઉપકાર કરી દઉં, રાખી દઉં. વળી માને છે કે દેવની માનતા કરીએ તો ઠીક થઈ જશે, તથા આ પ્રમાણે વ્યવસ્થા રાખીએ તો સુખી થઈએ; આ માણસે આમ કરી દીધું, એનાથી મને સુખ થશે, એ વગેરે કલ્પના વડે અને પરાધીન માન્યતા વડે, પરવસ્તુમાં સુખબુદ્ધિના ઈચ્છક તેઓ રહે છે. પુણ્ય વિના બહારના સંયોગ ન મળે, એટલી શ્રદ્ધા જેને ન હોય તેને આત્માનો અનુભવ કેમ બને? કોઈવાર પુણ્યાદિનો યોગ હોય ત્યારે ઉપલક દૃષ્ટિથી પોતાનું ધાર્યું થાય છે એમ માને, અને જ્યારે પુણ્યના એવા પ્રકારના સંયોગ ન હોય અને પોતાનું મન માન્યું થતું ન હોય ત્યારે બીજાને-દેવ, ઈશ્વર આદિ વ્યક્તિને કલ્પીને માંગણી કરે છે કે હે દેવ ! હે નાથ ! અમારું ભલું કરજો, તમે અનાથના નાથ છો વગેરે વગેરે આપણે ભેગાં થઈને પ્રાર્થના કરીએ તો ઈશ્વર દુઃખ દૂર કરશે એમ ઘણા માને છે; પણ આત્મા પોતે જ શુદ્ધ, અવિકારી સુખ, આનંદથી ભરપૂર છે. તેને ઓળખીને તેમાં ઠરે તો બધાં દુઃખ ટળી જાય છે; છતાં પોતે સસ્વરૂપ આત્માને ભૂલીને પોતાને અવગુણ કરે, તે ભૂલનું ફળ પોતે ભોગવે; અને માને કે ઈશ્વરાદિ અમારું દુઃખ હરશે, અમારે ભોગવવું નહિ પડે, પણ તે માન્યતા ઊંધી છે. ખરી રીતે તો અજ્ઞાનભાવનો કર્તા પોતે જ છે. ઈશ્વરપણું તો આત્માનો શુદ્ધ સ્વભાવ છે; તે ઈચ્છા રહિત અને દેહ રહિત હોય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #267 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૪૧ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] તથાપિ અત્રે ઈશ્વર કે વિષ્ણુ આદિ જગતકર્તાનો કોઈ રીતે દષ્ટાંત માટે સ્વીકાર કરીએ અને તે ઉપર વિચાર કરીએ. જો ઈશ્વર આદિ કર્મના વળગાડનાર હોય તો તો જીવ નામનો કોઈ વચ્ચે પદાર્થ પણ રહ્યો નહિ, કેમ કે જ્ઞાન પ્રેરણાદિ ધર્મે જીવનું અસ્તિત્વ ન રહ્યું, અને એ રીતે તો જીવ નામની સ્વતંત્ર વસ્તુ ન રહી; કારણ કે પ્રથમ તો રાગ-દ્વેષ, ઈચ્છા-અનિચ્છાની ચિંતાવણા કરનારો જીવ માન્ય રાખીએ ત્યારે તો જીવ સ્વતંત્ર અને ભૂલ કરનારો ઠરે; પણ અહીં તો ઈશ્વરને ગુણ-દોષનો ઉત્પાદક ઠરાવ્યો તેથી ઈશ્વર કરે કરાવે તો ઈશ્વર કર્તા ઠરે, જીવ કાંઈ ગુણદોષ કરે નહિ; ગુણનું ભાન ન હોય તો તેને ચેતન કહેવાય નહિ. આત્મા સ્વતંત્ર હોવાથી જ્ઞાતા તરીકે ગુણ કરે તો દોષ ન થાય, આનંદ થાય; દોષાદિ ન કરે તો રાગાદિ ભૂલ રહિત પોતાની સ્વતંત્ર હયાતી ટકાવી રાખે. પણ અહીં તો ગુણ-અવગુણ કરનાર કોઈક બીજો એટલે ઈશ્વર થયો એમ માનીએ તો તે વિચારવા જેવું છે. અર્થાત્ તે ન બને તેવું છે. આ દલીલ ઘણી ઊંચી છે. ગુણ-અવગુણ કરવાની શક્તિ જેનામાં નથી તે તો અવસ્તુ ઠરે, મિથ્યા કલ્પના ઠરે. કોઈકના આધારે વાત કરનાર આકાશ-પુષ્પની આશા કરે છે. શાસ્ત્રમાં આમ લખ્યું છે માટે અમને આમ લાગે છે વગેરે કુતર્ક કરે છે. જે પોતે ન્યાયથી વસ્તુતત્ત્વનું પોતાથી સત્પણું સિદ્ધ કરે નહિ અને ઈશ્વર-ઈચ્છા બળવાન છે, વગેરે અભિપ્રાય માને તે પોતાનું અસ્તિત્વ જોતો નથી. ઘણા વાત કરે છે કે મોહ એ દુઃખનું કારણ છે, પણ મમતા કેમ ઘટાડવી તેની કાંઈ પણ ખબર નથી. વિષયભોગ, ધન, સ્ત્રી, પુત્રાદિ વગેરે પ્રત્યે પ્રેમ-મમતા વર્તે અને કહે કે બધું ઈશ્વર-ઈચ્છાથી થાય છે. લાડવા ખાય તો તે ઈશ્વર-ઈચ્છા; પાંચ ઇન્દ્રિયના વિષયો, કામભોગ, તૃષ્ણામાં પોતે ટક્યો છે અને નાખે છે ઈશ્વરને માથે. શાસ્ત્રાદિ સાંભળીને કહે કે આત્મા નિત્ય છે, આમ છે, તેમ છે વગેરે, પણ ખરી રીતે તેને પરમાર્થતત્ત્વનું નિત્યપણું ભાસ્યું જ નથી. ક્રોધાદિ તથા ઈચ્છા, વિચાર-મનન આદિ ધર્મ કરીને ચેતનનું અસ્તિત્વ (હોવાપણું ) દેખાય છે તે ચૂકીને ક્રોધાદિ, પ્રેરણાદિ ઈશ્વરકૃત માન્યા એટલે એ તો ઈશ્વરના ગુણ ઠર્યા, તો પછી બાકી જીવનું સ્વરૂપ શું રહ્યું કે તેને જીવ એટલે આત્મા કહીએ! એ ઉપરથી સિદ્ધ થાય છે કે કર્મ ઈશ્વરપ્રેરિત નથી પણ આત્માનાં પોતાનાં જ કરેલાં માનવા યોગ્ય છે. મમતાથી જે પોતે દુઃખ વ્હોરે અને પારકાને માથે નાખે તેણે જીવનું સ્વાધીન સુખ, નિરૂપાધિક તત્ત્વ નિત્ય છે એમ માન્યું નથી. ઊંધો અભિપ્રાય એ અનંત સંસારમાં રખડવાનું બીજડું છે; એ જ સ્વયં હિંસા છે; પોતાનો અપરાધ છે. ઘણા કહે છે કે અમે “આત્મા છે, નિત્ય છે” એમ માનીએ છીએ. પણ પોતાની કલ્પનાને ગોયું તેમ તેમનું માનવું હોય છે. વિરોધ રહિત જ્ઞાન શું છે તે જાણ્યું જ નથી. સાચું જાણ્યું હોય તેના અભિપ્રાયમાં તન્ન નિર્દોષતા હોવી જોઈએ. સાચો અભિપ્રાય થયો કે છૂટકારાનું દ્વાર ખુલી ગયું; જે તત્ત્વ અનંતકાળમાં ન સમજાયું તેને સમજવાનો તથા સમજીને તેનો પુરુષાર્થ કરવાનો માર્ગ કોઈ અપૂર્વ અને અલૌકિક હોવો જોઈએ, તે સમજવા માટે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #268 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ ] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કોઈ અપૂર્વ વિચારદશા, મુમુક્ષુતા જોઈએ; તેનો કાંઈ વિચાર, મનન નહિ અને લોકસંજ્ઞાએ ઔધિક માન્યતામાં આંધળી દોડ કરે! સાચું શું? હિત-અહિતશું? તેની પરીક્ષા કરે નહિ અને માને કે અમને ધર્મ થશે, પણ તેમ બને નહીં કેટલાક કહે છે: “હે ભગવાન, મારું સૂળ લઈ લેજો, મારાં પાપ ટાળજો.” પણ જ્ઞાની કહે છે કે દુઃખ અને દોષ ટાળનારો તું પોતે જ છો. જ્ઞાની કહે છે કે ભગવાન તો આત્માની જ્ઞાનમાત્ર શુદ્ધ અવસ્થા છે, અતીન્દ્રિય આનંદમય જ્ઞાનની મૂર્તિ છે. માટે તેની શ્રદ્ધા કર અને પુણ્ય-પાપ રાગાદિ રહિત, મન, વાણી, દેહની ક્રિયા રહિત, નિમિત્તના આશ્રય રહિત જ્ઞાન કર. તે જ્ઞાનમાં ઠરવું, જ્ઞાનમાં ટકવું, એ જ તારું કર્તવ્ય છે. ત્યારે મિથ્યાષ્ટિ કહે છે કે એમ ન થાય, મારાથી એ કેમ બને? બીજું કાંઈ કરવાનું કહો. ત્યારે જ્ઞાની કહે છે કે જીવથી બીજાં કાંઈ થઈ શકતું નથી. જે થઈ શકે છે તે કહેવાય છે, નવું કહેવાતું નથી. આત્મા જડની ક્રિયા કરતો નથી, તેનું તે કર્મ નથી. જીવ જ્ઞાતા છે અને જ્ઞાતાનું કાર્ય જ્ઞાન છે, પછી સમ્યક કરે કે મિથ્યા કરે. શ્રી યોગીન્દ્રદેવ કહે છે કે જન્મ મરણ પોતે કરે, ભોગ ભોગવે આપ, દુર્ગતિ શિવપદ આપ લે, દેઢધારી એ છાપ.” એમ પોતે જ અજ્ઞાનવડે અશુદ્ધ નિશ્ચયનયે રાગ-દ્વેષ, પુણ્ય-પાપનો કર્તા છે. એ નિમિત્ત ઉપચારની દૃષ્ટિએ, વ્યવહારષ્ટિએ કર્મનો કર્તા તથા અશુદ્ધ નિશ્ચયનયથી સુખ-દુઃખનો જીવ ભોક્તા છે. હું રાગાદિ રહિત; કર્મોપાધિથી મુક્ત છું, કેવળ જ્ઞાતાદ્રષ્ટા વીતરાગ છું એવી યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનની સ્થિરતાના પુરુષાર્થ વડે શિવપદ કર્મકલંક ઉપાધિ રહિત શુદ્ધ આત્મપદ જીવ પોતે જ પ્રાપ્ત કરે છે; પણ જ્યાં લગી સ્વતંત્રપણે તત્ત્વસ્વરૂપ જીવે જાણ્યું નથી ત્યાં લગી જીવ ગમે તેટલા શાસ્ત્રો જાણતો હોય છતાં તે નાસ્તિક છે. પોતે કહે કે આત્મા આવો છે, પણ બીજા ઘણા પ્રકારે તેના અભાવરૂપ-અનાદરરૂપ તેની માન્યતા છે. જ્યાં એક અંશ પણ ઊંધી માન્યતાનો આદર છે ત્યાં ધર્મ નથી. કોઈ એક રીતે-એક દૃષ્ટિથી સાચું માનતો હોય, પણ બીજા ઘણા પ્રકારે બીજી (અન્યથા) માન્યતા હોવાથી તેનો અભિપ્રાય સર્વથા મિથ્યા છે. ઈશ્વરના કર્તાપણાની મીમાંસા માટે શ્રીમદ્ કહે છે કે પ્રેરણાદિ ધર્મોવડે ગુણ-અવગુણનો કર્તા જીવ નથી, પણ ઈશ્વર છે, એમ માન્યું તેણે ઈશ્વરનું કર્તાપણું માન્યું; પછી જીવનું અસ્તિત્વ તો રહ્યું નહિ. જો જીવની સ્વાધીનતા-હયાતી છે તો પૂર્વ કર્મ પણ છે. તેના ઉદયમાં પોતે જોડાય છે તેથી વર્તમાન ગુણ-દોષ, સુખ-દુઃખાદિ પણ છે. પ્રત્યક્ષ મલિન અવસ્થા દેખાય છે છતાં તું એમ માને કે આત્મામાં કંઈ જ નથી અને ઈશ્વરની પ્રેરણાથી આ બધું થાય છે, તો એ માન્યતા જૂઠી છે. જો ઈશ્વરપ્રેરણાથી ગુણ-અવગુણ થતા હોય તો જીવતત્ત્વનો અભાવ આવે છે; કારણ કે જીવની સત્તામાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #269 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૪૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] (તત્ત્વમાં) ગુણ અથવા દોષપણું ન આવ્યું પણ ઈશ્વરાધીન આવ્યું, ઈશ્વર પરનો કર્તા-હર્તા થયો. નિયમ એવો છે કે જેનામાં જે શક્તિ ન હોય તેને અન્ય કોઈ આપી શકે નહિ, અને શક્તિ હોય તો બીજાએ તેને શું આપ્યું? એ ઉપરથી સિદ્ધ થાય છે કે ઈશ્વરાદિ કોઈ કોઈનો કર્તા નથી; પણ જીવ પોતે જ ભૂલવાળી માન્યતાનો કર્તા થાય છે અને ભૂલ ટાળીને દોષ રહિત નિર્મળ થઈ શકે છે. તત્ત્વનો નિજ સ્વભાવ પોતાના કારણે ઉપાધિરૂપ હોય નહિ, પણ પર એટલે નિમિત્તના લક્ષ અનાદિની ભૂલવાળી માન્યતા છે, તેથી કર્મબંધઅવસ્થાના સંયોગમાં રહેવું થયું છે. તે ઉપાધિથી નિવૃત્ત થઈ શકાય છે. ભૂલ એ તત્ત્વનો સ્વભાવ નથી. રાગ-દ્વેષ એ પોતાનો નિજગુણ નથી. સોનું પોતાના કારણે મલિન નથી. મલિનતા તો પરાશ્રિત ઉપાધિ છે. સ્વ અને પર તત્ત્વની જુદાઈનો યથાર્થ નિર્ણય જીવ કરી શકે છે. તે વિષે આગળ કહેવાશે. સ્થાન :- શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર, સંવત્ ૧૯૯૫ના આસો વદી ૧. [તા. ૨૯-૧૦-૩૯] શ્રીમદ્ રાજચંદ્ર આત્મસિદ્ધિની રચના સંવત ૧૯૫૨ માં કરી. તેને આજે ૪૩મું વર્ષ ચાલે છે. તેમાં છ પદની સર્વાગતા ઘણા પ્રકારે લઈને ગુરુ-શિષ્યના સંવાદરૂપે અદ્ભુત રચના કરી છે; તેમાં આત્મતત્ત્વનું યથાર્થ નિરૂપણ કર્યું છે. આત્મા છે, નિત્ય છે, કર્મનો કોઈ અપેક્ષાએ કર્તા છે, ભોકતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય પણ છે. એ છ બોલના પ્રશ્નો લાયક શિષ્ય અંતર વિચારણાથી પૂછયા, તેનું વિવેચન થયા પછી શ્રીગુરુ કહે છે કે – ષર્ષદના ષટપ્રશ્ન તે, પૂછયા, કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર.” પોતે જ પ્રશ્ન-ઉત્તરરૂપે અભુત રીતે તત્ત્વબોધની સંકલના કરી છે, બધાં પડખાંના ન્યાય વિચારીને જે પ્રશ્ન કર્યા છે તેની સર્વાગતા જણાવી છે. વિચાર અને મનનથી છ પદના ન્યાયની સમજણ થયે સાચું હિત-પરમોત્કૃષ્ટ સુખ-આપનાર સમ્યમ્ બોધબીજની પ્રાપ્તિ થાય છે. શ્રીમદે એવી અપૂર્વ ઘટના કરી છે કે તેમાં કોઈ અંગ બાકી ન રહે એવી રીતે સંક્ષેપમાં સાચું તત્ત્વ જાહેર કર્યું છે. અનંતકાળમાં જે અજ્ઞાનભાવે રખડવું થયું છે તે અજ્ઞાનરૂપ મૂળને જે ભાવે-છેવું તે ભાવે સદ્ગુરુને નમસ્કાર કરીને મંગળિક કર્યું છે. ગુજરાત સૌરાષ્ટ્રમાં આત્મતત્વની આવી સ્પષ્ટ વાત ગુજરાતી ભાષામાં કરી, અધ્યાત્મશાસ્ત્ર બનાવ્યું, તેથી ઘણો ઉપકાર ભવ્ય જીવોને થયો છે. હજારો જીવો તે કૃપા-પ્રસાદથી આત્મશાંતિની ભાવના સેવે છે. શ્રીમદે બાળવયે પૂર્વ જન્મના બળવાન સંસ્કાર વડે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #270 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્માનો ભણકાર જાહેર કર્યો છે. તેમનું જીવનચરિત્ર ઘણું ઊંચું હતું. આત્મસિદ્ધિમાં ઘણું ઊંડું ઊંડું અધ્યાત્મતત્ત્વનું રહસ્ય ભર્યું છે. તેમાં અગિયાર અધિકારથી વિવેચન છે. પ્રથમની ૩૩ ગાથામાં ભૂમિકા બાંધી છે. “આત્મા કર્તા છે,” તે છઠ્ઠો અધિકાર વર્તમાનમાં ચાલે છે. ૧૦માં અધિકારમાં શિષ્યને બોધબીજની પ્રાપ્તિ થાય છે અને તે ભાવે ભવભ્રમણનો અભાવ દેખાય છે, તેથી અપૂર્વ વિર્ષોલ્લાસવડે પોતાનું બેહદ સુખ પોતાના આત્મા વિષે શિષ્યને ભાસે છે. પોતાનામાં નિર્દોષ ગુણની ઉજ્જવળતાનો અંશ પ્રગટતાં, સપુરુષનું બહુમાન કરે છે કે અહો ! અહો! શ્રી સદ્ગુરુ! આપે જ આત્મા આપ્યો. શ્રી સદ્ગુરુનું બહુમાન તે પરમાર્થે પોતાનું જ બહુમાન છે. આ આત્મસિદ્ધિશાસ્ત્ર આત્માર્થી જીવોને ઘણા ઉપકારનું કારણ હોવાથી તેનું બહુમાન કરવું જોઈએ. ભાષા પણ એવી સહેલી છે કે બાળ-ગોપાળ, ભાઈઓ-બહેનો બધાય સમજી શકે તેમ છે. આ છે પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જ્ઞાનીને ભાવવચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે. આગળ આવશે કે “જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય.” પણ કહ્યો માર્ગ કે જેને અનંત જ્ઞાનીએ જાણેલો-માનેલો છે તે આત્માનો લોકોત્તરમાર્ગ ત્રણે કાળે એક જ હોય છે. તે પરમપદ નિજ આત્મસ્વરૂપ પામવાનો ઉપાય આ આત્મસિદ્ધિમાં છે. સમજનારની તૈયારી જોઈએ અને તે માટે સ્વચ્છેદનો ત્યાગ કરવા કહ્યું છે. સ્વચ્છંદ એટલે દર્શનમોહ-જે ઊંધી માન્યતા કહેવાય છે. મિથ્યાત્વ-મોહને શ્રીમદે “વિભાવ” શબ્દથી ઓળખાવેલ છે. કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતા દૂર થાય.” જે પરવસ્તુમાં એકત્વબુદ્ધિ છે, પોતાના સ્વરૂપમાં જે અનાદિથી ભ્રમણા છે અને પરભાવને પોતાનો માન્યો છે તે વિભાવ છે, તે મિથ્યાત્વ કહેવાય છે. તે મહાન શત્રુ આત્માનું અહિત કરનાર છે, તે પોતાની ઊંધી માન્યતા છે. આત્મા પુણ્ય-પાપ, રાગાદિ રહિત છે, મન, વાણી, દેહની ક્રિયા રહિત છે, છતાં તેમાં કર્તુત્વબુદ્ધિ, મમત્વ, સુખબુદ્ધિ કરવી તે મિથ્યાદર્શનશલ્ય છે. ટૂંકામાં મિથ્યાત્વનું લક્ષણ આ છે કે શુભ-અશુભ વિકલ્પ આદિ પરભાવને પોતાના માનવા; જ્ઞાન સિવાય કંઈ પણ પોતાનું માનવું તે દર્શનમોહ-મિથ્યાત્વ છે. એ ભૂલ ટાળવાની વિધિ એક જ છે અને તે એ છે કે - આત્મતત્ત્વ જેમ છે તેમ સમયે વિભાવ ટળે છે. અંધારાને સૂપડાંથી કે સાંબેલાથી ખસેડવા માગે તો અંધારું ટળે નહિ. કાગળ ઉપર શાહી, લેખણ વડે “લાખ મણ અગ્નિ” લખો તો તે એક અગ્નિના કણિયા જેટલું પણ કાર્ય આપી શકે નહિ, તેમ જ્યાં સુધી આત્મતત્વને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #271 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] [૨૪૫ સમજવાની સાચી તાલાવેલી લાગી નથી ત્યાંસુધી દુઃખનો અંત આવે નહિ. દુઃખનું મૂળ મિથ્યા માન્યતા છે. એના જેવું કોઈ મોટું પાપ નથી સદ્ગુરુના આશ્રયે આત્માનું સ્વરૂપ સમજો કે આત્મા નિર્મળ, નિર્દોષ, શાંતસ્વરૂપ જ્ઞાનમાત્ર છે, જ્ઞાનાનંદ શુદ્ધસ્વરૂપ છે. તેનો જ્ઞાતાદ્રષ્ટા, સાક્ષીસ્વભાવ ભૂલીને પ્રકૃતિના કોઈ પણ કાર્યને પોતાનું માની લેવું તેનું નામ અજ્ઞાન છે. આત્મામાં પરવસ્તુનું લેવું-મૂકવું એટલે ગ્રહણ-ત્યાગ નથી. છતાં માનવું કે હું પરને ગ્રહણ કરું છું તે ચોરી છે. પોતાના જ્ઞાનસ્વભાવમાં જ્ઞાનપણે ન રહેવું અને પરવસ્તુમાં વૃત્તિ દોડાવવી, રાગને અને પુણ્યભાવને પોતાનો માનવો એ સંસારભાવની રુચિ છે અને સ્વની હિંસા છે. પોતાના જ્ઞાયકપણામાં ન ટકતાં પરવસ્તુના રાગમાં તન્મય થવું, રાગમાં પોતાની હયાતી માનવી તે પરિગ્રહ છે. દોષ રહિતની સાચી દૃષ્ટિ વિના જે કોઈ એમ માને કે હું સાચું બોલું છું, હું બ્રહ્મચર્ય પાળું છું, હું અનાસક્ત છું, હું અપરિગ્રહી છું, તે પરમાર્થહીન છે, આત્મધર્મથી વિમુખ છે, એટલે કે મિથ્યાત્વી છે. આ શાસ્ત્રમાં આગળ કહ્યું છે કે “મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ.” આત્મસિદ્ધિ” ઉપર વિશેષ વિવેચન કેટલું થઈ શકે? વાણીયોગ વડે કેટલું કહી શકાય? તેમાં આત્માની જે સિદ્ધિ કરી છે તે ખરેખર એમ જ છે. તેને ઊંડું અવગાહવું. વિચાર, મનન વડે પાત્રતાથી તત્ત્વની સાચી શ્રદ્ધા થાય છે. ઊંધી માન્યતાને ટાળીને જ્યારે એવી સાચી શ્રદ્ધા કરે કે આત્મા નિર્વિકાર, અવિનાશી, જ્ઞાતા છે, અબંધ છે, અસંગ છે, રાગરૂપ કે પરરૂપ નથી, ત્યારે યથાર્થ પ્રતીતિ થતાં અનાદિકાળનો વિભાવ દૂર થઈ સ્વહિંસા અને અનંત દોષનું મૂળ ટળી જાય છે. શ્રીમદ્ કહે છે કે પોતાના સ્વરૂપને વિપરીતપણે માનીને “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો !” ભાવમરણથી બચવું હોય અને અનંત ભવમાં રખડવાના મિથ્યાભાવને ટાળવો હોય તો સાચું શું છે તે સમજવું પડશે. એ સમર્થ પવિત્ર આત્માના (શ્રીમન્ના) દેહની સ્પર્શના આ ભૂમિએ થઈ છે. તેઓ અનંત ભવનો અભાવ કરી ગયા છે. એ અપૂર્વ ભાવ કેવો હશે કે જે ભાવે અનંતભવનો અભાવ થઈ એક જ ભવ પછી મોક્ષ જવાના છે? આત્માની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્રદશા પામવાનું બીજ સભ્યશ્રદ્ધા અને સાચા જ્ઞાનની પ્રાપ્તિ છે. તેના વિકાસવર્ડ ભવનો અભાવ થઈ જાય છે. માટે મિથ્યાત્વ અને સમ્યક કોને કહેવાય તે સમજવાની અને જાણવાની જરૂર છે, સમજવું તેમાં પરનું કંઈ કરવું ક્યાં આવ્યું? પુણ્ય, દાન, બાહ્યવ્રત, દેહની ક્રિયા તથા ત્યાગ કરીને જંગલમાં જવું, એવું એવું બહારથી કાંઈ કરવાનું નથી. પણ જેવું તત્ત્વ છે તેવું તેને વિરોધ ટાળીને યથાર્થ સમજવાનું છે. જાણનારને જાણ્યો તેમાં બધું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #272 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ૨૪૬ ] આવી જાય છે. શુભ પરિણામ, વ્રત, ત્યાગ, વૈરાગ્ય બધુંય, તેની દશાના પ્રમાણમાં આવે છે, પણ પુણ્ય-શુભ પરિણામ તે ૫૨માર્થે ધર્મ નથી, ધર્મનું કારણ પણ નથી. આત્મ શાંતિના લાભનું કા૨ણ સાચી સમજણ છે. તેમાં ૫૨મ ઉપકારી ઇષ્ટ નિમિત્ત આ આત્મસિદ્ધિશાસ્ત્ર છે. તેનું બહુમાન ક૨વાની ખાસ જરૂર છે. સંસારમાં જે મહત્તા મનાઈ છે તે રાગભાવને પલટાવીને સત્પુરુષને ઓળખીને તે પ્રત્યે બહુમાન કરવા જેવું છે. સત્ત્નું-સત્સાધનનું બહુમાન તેમાં પોતાનું કલ્યાણ છે. પ્રથમ ગાથામાં માંગળિક કર્યું છે. દ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંતરે. ગુણવંતા શાની અમૃત વરસ્યારે પંચમકાળમાં. ” ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાનના કથનનું આ પ્રથમ ગાથામાં રહસ્ય છે. અમૃતસ્વરૂપ ભગવાન આત્માનો અપૂર્વ ભાવ-અધ્યાત્મ અમૃત૨સ શ્રીમદે ૧૯૫૨ ની સાલમાં વરસાવ્યો. પૂર્ણ કેવળજ્ઞાન ઉ૫૨ મીટ માંડીને આ આત્મસિદ્ધિ લખી છે, તે એવી રીતે કે “ જે સ્વરૂપ પોતાનું છે તે સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત. ગુણવંતા જ્ઞાની...અમૃત વરસ્યારે પંચમકાળમાંજી ” જગતના પ્રાણી સુખને ઈચ્છે છે, પણ સુખનો ઉપાય સમજતા નથી. કાર્યને ઈચ્છે અને ૫૨માર્થ કારણને ન સેવે તો સાધ્યની સિદ્ધિ ક્યાંથી થાય ? વસ્તુતત્ત્વની યથાર્થ શ્રદ્ધા વિના સુખ ક્યાંથી થાય ? સમજ્યા વિના પોતે જે જે સાધન કરે છે તે તે બંધનરૂપ થાય છે. ઉપાધિના કારણથી નિરૂપાધિક તત્ત્વ કેમ પ્રગટે? કહે છે કે કે ભગવાન ! હે ગુરુદેવ ! હું અનંત દુઃખ પામ્યો, કારણ કે મારું સ્વરૂપ જેમ છે તેમ હું સમજ્યો નહિ. તેમાં એમ આવ્યું કે દુ:ખમયપણે હું નથી; દુઃખથી હું જાદો છું; વળી હું પોતે અનંત દુઃખ પામ્યો તેમ કહ્યું, તેમાં પોતાની ભૂલ અને અનંતકાળની પોતાની હયાતી માની ૫૨માં સુખબુદ્ધિની માન્યતા વડે હું અનંતદુઃખ પામ્યો, પણ જ્યારે સદ્ગુરુપ્રસાદથી હું સમજ્યો ત્યારે અનંત દુઃખનું મૂળ છેદાયું, માટે આપને હું નમસ્કાર કરું છું. એ ગાથામાં પ્રથમ જ બે કા૨ણ કહ્યાં કે મારી સમજણ વિના અનંત દુઃખ પામ્યો, અને સમજાવ્યું તે પદ, તે શ્રી સદ્ગુરુ; એમ સત્ અને સત્ સાધનને ઓળખીને નિમિત્તનું બહુમાન થાય. એ જ લોકોત્તર વિનય અને અપૂર્ણ ગુણમહિમા છે; તેની ત્રણે કાળ મોંઘપ છે. પંચમકાળમાં અનંત ભવભ્રમણને ટાળીને એક ભવે મોક્ષ પમાય એવો આ અપૂર્વ યોગ છે. શ્રીમદ્ પણ એકાવતારી થઈ ગયા, જે સમજે તે થાય. યથાર્થ નિર્ણય ક૨ે તો ભવ રહે નહિ. ૫૨વસ્તુને ૫૨ જાણે, પોતાનું સ્વરૂપ અંતર વિચા૨થી જેમ છે તેમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #273 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] [૨૪૭ માને, એવાને પોતાના સામર્થ્યનો પૂરેપૂરો વિશ્વાસ હોય છે. તે રોદણાં ન રડે; નિત્યતાના ભાવવડે જાગ્યો તે કેમ ફરે ? પુણ્યાદિ અનિત્ય છે. તેના આધા૨વાળો ભલે રોદણાં રડે. અહીં તો પ્રથમ ગાથામાં જ માંગળિક કર્યું છે કે હું અનંતમાંથી એટલે કે નિત્યમાંથી જાગ્યો છું એમ પડકાર માર્યો છે અને દુઃખ ટળી ગયાં છે એમ જણાવ્યું છે. પોતાનું સ્વરૂપ સમજ્યો એટલે સ્વહિંસા મટી. આત્મસ્વભાવનો ધર્મ ઉઘડયો એટલે પોતાની અહિંસા જાગી, આત્મધર્મમાં ૫૨ના નિમિત્તની ઉપાધિ નથી એમ જાણ્યું અને પૂર્ણ નિર્દોષતાનો નિર્ણય થયો; તે જ આત્માની સિદ્ધિ એટલે આત્માનું જ્ઞાન છે. જે સત્પુરુષ થાય છે, તેમનાં ચરણકમળનાં ઇંદ્રો વંદન કરે છે; એવા સત્પુરુષો જ જગતના લાયક જીવોનું અનંતું કલ્યાણ કરે છે. શ્રીમદ્ રાજચંદ્રે કંઈ પોતાની કલ્પનાથી નથી કહ્યું. જે ભાવવચન ત્રણેકાળના જ્ઞાની કહે છે તે જ તેમણે કહેલ છે. અહીં પ્રથમ ગાથામાં મંગળિક કહ્યું છે. મંગલ=(મં=પાપ, ગલ=ગાળે ) પાપને ગાળે, અથવા (મંગ=પવિત્રતા, લ=લાતિ=પમાડે) પવિત્રતાને પમાડે તે મંગળ. સંસારનાં માંગળિક કાર્યો વિનાશક છે. આ આત્મસિદ્ધિના માંગળિકથી પોતાનો સર્વાંગ નિર્ણય થયો કે એવો અવિનાશી આત્મા આવો જ હોય, એ નિર્ણય સદાય ૫૨મ માંગળિક છે, પાછું ન ફરે તેવું છે, તેનું સમ્યજ્ઞાન સદા મંગળરૂપ છે. શ્રીમદે કહ્યું છે કે, “ સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” પોતાના સાધક સ્વભાવની એવી ભાવના છે કે જગતના બધા જીવો ૫૨મ આત્મકલ્યાણરૂપ આત્મધર્મને પામો, તેમાં એમ આવ્યું કે મારો સાધક સ્વભાવ જયવંત હો, પુરુષાર્થ ફાટીને પૂર્ણ કેવળજ્ઞાન ઊઘડી જાઓ. આ આત્મસિદ્ધિરૂપી સુપુત્રનો જન્મ થતાં સર્વ સુખને દેનારો પૂર્ણ મહિમાવંત સમ્યગ્બોધ પૂર્ણ તત્ત્વનો સંદેશો જાહેર કરે છે. તે આત્મસિદ્ધિનો જન્મદિન અત્રે પહેલવહેલો ઉજવાય છે. આત્મસિદ્ધિનો સર્વાંગમાં પ્રવેશ કર્યો, તેણે નિજથ૨માં પ્રવેશ કર્યો. તે નિત્ય મંગળિક છે. સંસારની મમતા અને પુણ્યના ઠાઠ બધા અનિત્ય છે. લોકો ઘ૨-હવેલીનું વાસ્તુ કરે તેને મંગળિક કહે છે. પણ “ લાપસી કરતાં લાગે ઝાળ ” તો તેના રંગરોગાનને લીધે ક્ષણમાં તે સળગી જાય, પણ આ આત્મસિદ્ધિના પાયા પલટે નહિ. જેને પોતાનું સાચું હિત કરવું છે તેણે આ સમજવું પડશે. તત્ત્વના વિચારક જિજ્ઞાસુ એવા હોવા જોઈએ કે જેને સત્નો હકાર અંત૨ વિચારથી આવે, અંધશ્રદ્ધાથી નહિ. એવા લાયક જીવને શ્રીગુરુ કહે છે કેઃ ' ષપદના ષપ્રશ્ન તેં, પૂછયા કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. જે યથાર્થ મનનપૂર્વક આત્મતત્ત્વનો નિર્ધાર થયો તે નિત્ય મંગળિક પાછું ફરે નહિ. “હે વીર ! આત્મા જે રીતે છે તે રીતે માન્યો તે અફરગામી છે. અરે વી૨ ! તારો Please inform us of any errors on rajesh@AtmaDharma.com 29 Page #274 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા લોકોત્તરમાર્ગ આકરો તો ખરો પણ એ “અનિયટ્ટ ગામીણે' જે રસ્તે ઊપડ્યો, તે આત્માની નિત્યતાના બીજ વિકસાવીને પૂર્ણ થવાના લક્ષે અપ્રતિહત ભાવે ઊપડ્યો છે, અતીન્દ્રિય જ્ઞાનરૂપી સાધન પૂર્ણ પવિત્ર કેવળજ્ઞાનરૂપી કાર્ય અવશ્ય લાભે જ રહેશે.” શ્રીમદે જે બીજડાં વાવ્યાં છે તેનું ફળ હાલ આવે છે. તેથી ઘણા પાત્ર જીવો શાંતિ-સમાધિના ભાવવડે આત્મબળ મેળવે છે. આ આત્મસિદ્ધિ મુમુક્ષુના હૃદયની અમૃત વેલડી છે. ૧૪મી ગાથામાં ખાસ પ્રેરણાદાયી ભાવવચન છે. “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત, તે જ્ઞાનીનાં ચરણમાં, હો વંદન અગણિત રે. ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યારે પંચમ કાળમાં.” હું પૂર્ણ પવિત્ર જ્ઞાયક જ છું, અસંગ છું, એ નિશ્ચય અને સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર એ સાધન એટલે કે પૂર્ણતાને લક્ષે સ્થિરતાનો પુરુષાર્થ તે જ પરમાર્થહેતુ વ્યવહાર છે. દેહ છે, છતાં દેહાતીત દશા એટલે સ્વરૂપસ્થિતિ જેને વર્તે છે, એવા જ્ઞાની પુરુષને “હો વંદન અગણિત;” એટલે બેહદ અપરિમિત આત્મસ્વભાવ-પૂર્ણ સાધ્ય તરફ, મારા ધ્યેયના લક્ષ તરફ મારું બહુમાન અગણિત હો. આમાં શ્રીમદ્ પોતે અપ્રતિહત ભાવ બતાવે છે. સાધ્ય” એટલે આત્મા સિદ્ધ ભગવાન જેવો છે. લોગસ્સના પાઠમાં આવે છે કે, “સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ.” હે સિદ્ધ ભગવાન ! મને મારું પૂર્ણ પવિત્ર પદ આપો. વળી “આરૂષ્મ બોહિલાભ” શિવરૂપ નિરોગભાવબોધિ આપો. વાણિયાહોય તે પૂર્ણ સુખને જ માગે, પણ તે જાતનું કારણ મેળવવું જોઈએ. લોકોને તો બહારથી પુણ્યાદિ ક્રિયા-કષ્ટથી ધર્મ જોઈએ છે, પણ એવું તો પૂર્વે અનંતવાર કર્યું, આ કાળે પણ જો કોઈ આ ધર્મ સમજે તો તેનું ફળ મળે તેમ છે. આ છેલ્લી ગાથામાં મહા મંગળરૂપ એવો અપૂર્વ ભાવ ઉપાડે છે કે વચ્ચે વિદ્ઘ ન આવે. જે ભાવે પૂર્ણ તત્ત્વનો અંશ પ્રગટયો તે ભાવે પૂર્ણ કેવળજ્ઞાન, શુદ્ધાત્મતત્ત્વ પ્રગટવાનું છે. એ પૂર્ણતત્ત્વની મીટ રાખીને આ મહામંડળ કર્યું છે. એવા જ્ઞાની પુરુષોનો પ્રભાવ જે જે મુમુક્ષુ સ્વીકારે તેને આ આત્મસિદ્ધિશાસ્ત્ર પરમ કલ્યાણનું કારણ છે. [ તા. ૩૦-૧૦-૩૯] કર્તા ઈશ્વર કો નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ.” તેમાં જો ઈશ્વર કર્તા હોય તો જીવનું અસ્તિત્વ ઠરતું નથી, કારણકે ગુણ કે અવગુણ જીવકૃત ન ઠર્યો તો જીવ નામનો પદાર્થ ન રહ્યો, પણ તેમ નથી. માટે ઈશ્વર કર્તા નથી તથા ઈશ્વર પ્રેરક પણ નથી, પણ આત્મા પોતે જ પોતાના જ્ઞાનગુણનો ગુણપણે અથવા અવગુણપણે કર્તા છે અને તેમ જ યોગ્ય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #275 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] [૨૪૯ હવે એક પ્રકાર એ કહીએ છીએ કે પ્રકૃતિ આદિ પરાણે વળગવાથી કર્મ થતાં હોય તો તે વિકલ્પ પણ યથાર્થ નથી. પ્રકૃતિ આદિ પરાણે આવી અનાયાસે વળગતી હોય એટલે કે પ્રકૃત કર્મરૂપ થયા કરતી હોય, અને જીવને તેનું વળગવું થતું હોય, તો તે પણ સંભવિત નથી; કારણ કે પ્રકૃતિ જડ છે, તેમાં મનન કરવાની શક્તિ નથી. જડ દ્રવ્ય તો આત્માથી ભિન્ન જાતિનાં છે, જડ રૂપી છે, આત્મા અરૂપી છે; આત્માનો વિકારી ભાવ કોઈ પ્રકારે નિમિત્ત ન હોય તો તે શી રીતે વળગવા યોગ્ય થાય? પુણ્ય-પાપનાં રજકણોમાં જડમાં જ્ઞાન, વિચારશક્તિ નથી, પણ આત્મા જ મનન કરે છે; રાગાદિવડે અજ્ઞાનભાવે આત્મા અવગુણનો કર્તા છે. તે પોતે જાતે તે દોષને ઓળખે અને દોષ ટાળી ગુણ પ્રગટાવે તો તેમ થઈ શકે છે. દ્રવ્યકર્મનું બીજું નામ જડ પ્રકૃતિ છે. જે જ્ઞાનાવરણઆદિ કર્મો છે તે આત્મા પોતાની શક્તિને વ્યક્ત ન કરે તો આવરણમાં તે નિમિત્ત માત્ર છે, તે ઝીણી રજકણ-ધૂળ છે. તે જડ કર્મને દ્રવ્યકર્મ કહેવામાં આવે છે. તેમાં મનન કરવાનો સ્વભાવ નથી માટે પ્રેરણાદિ ધર્મ તેમાં નથી. જીવમાં નિર્દોષ જ્ઞાયકતા-જ્ઞાન છે તેને ભૂલીને પરવસ્તુના મનનમાં અટકે તો, નિમિત્ત થવાની જડમાં યોગ્યતા છે, અને જીવમાં પણ નિમિત્તની તરફ વલણ કરવાની યોગ્યતા છે; પણ જીવ પોતે રાગ ન કરે, નિર્દોષ જ્ઞાતાપણે ટકી રહે, તો નવીન કર્મબંધન ન થાય. જેવા પ્રકારે રાગ-દ્વેષ કરે તેવા જ પ્રકારે કર્મપ્રકૃતિનો ફોટો–બંધ તેમાં પડે તેવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, જડ મન (અંતઃકરણ) રૂપી સાધનવડે કર્યગ્રહણ થતું હોય અથવા આત્મા તન્ન અસંગ, નિર્લેપ, શુદ્ધ રહેતો હોય તો કર્મ ટાળવાનો પ્રસંગ રહેતો નથી. આત્માની અશુદ્ધ અવસ્થામાં ભૂલ કરવાની યોગ્યતા છે. જીવ પોતે જ પ્રેરણાદિ ભાવરૂપ અશુદ્ધતા ન કરે તો અંદરનું જડ મન પણ તેને નિમિત્ત સાધન કહેવાય નહિ. કારણ બે પ્રકારે હોય છે. (૧) અંતરંગ મૂળકારણ, (૨) નિમિત્તકારણ અર્થાત્ ઉપચારકારણ; તેમાં જો મૂળકારણ જીવ પોતે શુભાશુભરૂપ ન થાય તો નિમિત્ત (જડકર્મ) નો બંધ થાય નહિ. કોઈ કહે છે કે “મન: પુર્વ મનુષ્યનાં વોરણે વંધમોક્ષયોઃ” તે વાત યોગ્ય નથી, એમ કહેવામાં દોષ આવે છે. આત્મા પોતે મન અને બંધ-મોક્ષ અવસ્થાથી તન અસંગ તટસ્થ, મધ્યસ્થ રહેતો હોય અને અવસ્થામાં પણ ભૂલેલ ન હોય એમ એકાંત પક્ષ માનીએ તો આત્મા સર્વથા શુદ્ધ કરે અને આત્માનો વિકારભાવ નિમિત્ત પણ ન ઠરે. એ પક્ષને ટકાવી રાખવા માટે માત્ર કલ્પના જ કરવી પડે કે જગત માત્ર ભ્રમ છે. આત્મા વિકારી ભાવનો ત અકર્તા હોય, તો પછી વર્તમાનમાં આ સંસાર કોનો? રાગાદિપણે તથા દેહધારીપણે મલિન અવસ્થા જ દેખાય છે તે જ મારો સ્વભાવ છે, એમ જો એકાંત મત ગ્રહે તો તે પણ બને તેમ નથી. નિશ્ચયથી દ્રવ્યસ્વભાવ ત્રિકાળી શુદ્ધ છે. જેને આત્મભાન થયું છે કે મારો સ્વભાવ શુદ્ધ છે, શક્તિરૂપે હું સિદ્ધ પરમાત્મા જેવો સદા અસંગ છું, નિર્મળ છું અને વર્તમાન અવસ્થામાં જે મલિનતા, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #276 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા રાગાદિક ઉપાધિ જણાય છે તે હું નથી, મારો સ્વભાવ નથી, તેણે મિથ્યા માન્યતારૂપ ભૂલ પુરુષાર્થ સહિત ટાળી છે, તેથી તે કહે છે કે હું પૂર્ણ શુદ્ધ છું. આ અભિપ્રાય અને વર્તમાન પુરુષાર્થ કરવો બાકી છે એમ બેઉ દૃષ્ટિને જેમ છે તેમ સમજે તો મોક્ષમાર્ગ છે. જો આમા સદા અસંગ જ હોય અગર કર્મ એની મેળે થતાં જ હોય તો પોતાને પુરુષાર્થ કરવાનો રહેતો નથી, પણ ચંચળતા-અસ્થિરતા તો દેખાય છે, છતાં ન માને તો તેને ઊંધો પુરુષાર્થ તો હોય છે. સંસારી જીવોને બે પ્રકારનો પુરુષાર્થ હોય છે, કાં તો ઊંધો અને કાં તો સવળો. આત્મા પોતે જ્ઞાનપણે છે, તેથી જ્ઞાનમાં ભૂલપણું કે અભૂલપણું કરી શકે છે. તે ભૂલે ત્યારે દ્રવ્યકર્મનો ઉદય વગેરે નિમિત્ત છે. તે ભૂલનું નિમિત્ત પામી નવીન કર્મ આવે છે; એટલે નિમિત્તપણે, વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું કહેવાય છે; પણ નિશ્ચયથી ( ખરેખર) તો આત્મા જડની અવસ્થાનો કર્તા નથી. અજ્ઞાની જીવ પોતાને નિમિત્તકર્તા માને છે કે તે બતાવવા વ્યવહારથી (ઘીનો ઘડો એ દૃષ્ટાંતે) કર્મનો કર્તા જીવને કહેવામાં આવે છે. ભૂલવાળી અવસ્થાનો તે આત્મા કર્તા ખરો પણ જડ રજકણોની અવસ્થાનો કર્તા કોઈ આત્મા નથી; કારણ કે પરમાણુ પણ સત્ દ્રવ્ય છે, તે પણ નિત્ય વસ્તુ છે. તે જડની અવસ્થાનું દરેક ક્ષણે હોવાપણું તેનાથી છે. જો તેની અવસ્થાનો કર્તા નિશ્ચયથી (ખરેખર) જીવ છે, એમ કહીએ તો જડવસ્તુપણાનો અભાવ આવે. જડ વસ્તુ છે અને તેની તે તે વખતની અવસ્થા થવારૂપે તેની ત્રિકાળ શક્તિ નિત્ય છે; છતાં જો એમ માનીએ કે તેનો કર્તા જીવ છે, તો એ નિયમનો ભંગ થાય છે. જેનામાં જે શક્તિ ન હોય તે બીજું કોઈ આપી શકે નહિ. અને જો તેનામાં શક્તિ હોય તો જીવે જડને શું આપ્યું? શું કર્યું? માટે આત્મા પોતે નિશ્ચયથી (ખરેખર) જડ વસ્તુનો કર્તા નથી. માત્ર જીવની અશુદ્ધ અવસ્થા કર્મ થવામાં નિમિત્ત છે. તે અશુદ્ધતા જીવમાં છે. જડને હલાવવામાં તો મારો હાથ નથી જ, એમ પરદ્રવ્યમાં મારું કર્તાપણું નથી જ એમ માનવાથી સમ્યજ્ઞાની અને સ્વતંત્ર થવાય છે, પણ લોકોને બહારથી સ્થૂળ પદાર્થની દૃષ્ટિ છે, તેથી આ બધું શું છે તે સમજાતું નથી. સ્વાધીન તત્ત્વનું મનન કર્યા વિના, રુચિ વિના કેમ સમજાય? જડ અને આત્મા જુદા છે. તે ત્રિકાળ જુદા છે અને સૌ સૌમાં સ્વાધીન છે; છતાં માન્યતારૂપે પરનું કર્તાપણું, પરાધીનતાપણું મનાયું છે. દરેક દ્રવ્યની ક્ષણક્ષણવર્તી અવસ્થા સદાય તેના વડે થાય છે. જો જડમાં સ્વાધીનપણે પરિણમવાની શક્તિ ન હોય અને જીવ તેનો કર્તા થાય અને મન, વાણી, દેહની ક્રિયા કરી શકતો હોય તો જેમ ઈશ્વર કર્તા છે એમ માનવાથી જીવનો અભાવ આવતો હતો, તેમ જીવને કર્મનો કર્તા માનવાથી જડ વસ્તુનો અભાવ ઠરે; કારણ કે એવો નિયમ છે કે “જે હોય તે થાય, ન હોય તે નવું ન થાય. તેથી જે શક્તિ જડમાં ન હોય તે નવી ન થાય. છતાં જીવને જડકર્મનો પરમાર્થે કર્તા માનીએ તો જડ વસ્તુ અવસ્તુ ઠરે, માટે જડની અવસ્થાનો કર્તા જીવ નથી, જીવના વિકારીભાવનું તેમાં નિમિત્તપણું છે એ સત્ય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #277 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] [૨૫૧ આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં ઘણા ન્યાયનો ખુલાસો થાય છે. જીવ જે ભાવ કરે છે તે ભાવનો તે કર્તા થાય છે. યથાર્થપણું સમજે તો સાચું જ્ઞાન થઈ શકે છે. અનંત જ્ઞાનીએ કહેલું તત્ત્વજ્ઞાન આ કાળે પણ સમજાય છે. તેનાં ઘણાં પ્રમાણ-ન્યાય છે. યથાર્થ યુક્તિ, આગમ અને સ્વાનુભવથી સિદ્ધ છે. કોઈ જિજ્ઞાસુ તૈયાર થઈને આવે, તો તેને સમજાય તેમ છે. અહીં તો સહેલી ભાષા છે અને ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિમાં ઘણું સમજવાનું ભર્યું છે. મત, દર્શનનો આગ્રહ તજીને સાચું સમજવાની તૈયારી કરે તેને આ આત્મસિદ્ધિશાસ્ત્ર પરમ ઉપકારી કારણ થાય તેમ છે. પ્રથમ જીવ પદાર્થ શું છે, તે કેવો છે, કેવડો છે, તે શું કરી શકે છે, તથા શું નથી કરી શકતો તે જાણવાની જરૂર છે. જડ પદાર્થની ક્રિયામાં પોતાના કર્તાપણાની ખતવણી ક્યાં ક્યાં થઈ જાય છે, તે જાણવાની જરૂર છે. આત્મા સ્વભાવે અનંત શુદ્ધ છે, પણ અવસ્થાએ ભૂલેલ છે. તે અજ્ઞાન વડે જડ પ્રકૃતિનો સંબંધ કેવી રીતે મનાયો છે તે વિચારવું. જીવની ભૂલના કારણે અનાદિથી જડ કર્મનો સંબંધ છે તે જીવનો ધર્મસ્વભાવ નહિ હોવાથી પુરુષાર્થથી, તે ટળી શકે છે. જ્યાં લગી પોતાના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા નથી, ત્યાં લગી તેની મલિન અવસ્થા એટલે કે અજ્ઞાનદશા હોવાથી રાગ-દ્વેષ અને દ્રવ્યકર્મને નિમિત્ત-નૈમિત્તિકપણું છે. શુભ-અશુભ ભાવનો સ્વામી થઈ, રાગાદિવાળો થઈને પરવસ્તુનું કર્તુત્વ તે માને છે; પણ જે ક્ષણે પોતે પોતાનું સાચું તત્ત્વપણું જાણે અને શુભાશુભ હું નહી; હું તો પરથી ભિન્ન છું એમ અનુભવ દ્વારા જ્ઞાનમાત્રપણે જ્ઞાની થાય તે જ ક્ષણે તેને બંધની શંકા ટળી જાય છે. પુરુષાર્થ દ્વારા સ્વપરના વિવેક વડે જ્ઞાનમાં ટકી રહેવારૂપ પુરુષાર્થ વધતાં વધતાં ક્રમે-ક્રમે રાગાદિકનો અભાવ થઈ અલ્પકાળમાં પૂર્ણ પવિત્ર થઈ શકાય છે. એ માર્ગની વિધિ યથાર્થપણે સમજવાનો પ્રયત્ન પોતે જાતે કરવાનો છે. વળી આત્મા ઉપાધી રહિત-મુક્ત ન થઈ શકતો હોય તો પછી તેને સર્વ દુઃખના ક્ષય કરવાના માર્ગનો જે ઉપદેશ છે તે શા માટે છે? જૈનદર્શનમાં તત્ત્વનું કોઈ પ્રકારે વિરોધીપણું નથી. જીવ પોતે શુદ્ધ સ્વરૂપથી ભૂલેલો છે તેથી તેની માન્યતામાં મિથ્યાપણું છે અને અવસ્થામાં ભૂલ કરે છે. પરવસ્તુમાં જીવ મોહ કરે છે, તેથી તે મોહનું ફળ ભોગવવાનો પ્રસંગ તેને પ્રાપ્ત થાય છે; જીવ અજ્ઞાનપણે કર્તાપણાની માન્યતા કરે છે. ચૈતન્યમાં કાંઈપણ દુઃખનું વેદન થતું ન હોય અને હાડકાં કે દેહને થતું હોય તો ચૈતન્યને ભોગવવાનું ફળ ન આવે અને તેમ હોય તો સંસારદશા પણ હોય નહિ. જ્યાં લગી આત્મજ્ઞાન થાય નહિ, ત્યાં લગી દુઃખની આત્યંતિક નિવૃત્તિ પણ થાય નહિ, એમ તો વેદાંતાદિ પણ ઉપદેશ કરે છે. જો સંસાર અવસ્થા જ ન હોય, દુઃખનો સંયોગ જ ન હોય, તો તે ટાળવાનો ઉપદેશ, શાસ્ત્રાદિ વૃથા ઠરે છે. જો જીવનું અજ્ઞાનભાવે કર્તાપણું ન હોય તો ભોક્તાપણું પણ સંભવે નહિ, પણ વર્તમાનમાં જીવોની અશુદ્ધ અવસ્થા પ્રત્યક્ષ દેખાય છે, માટે વિચાર કરવાથી જીવને ભાવકર્મનું કર્તુત્વ કરે છે અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #278 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૨] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા દ્રવ્યકર્મનું નિમિત્તપણું ઠરે છે. હવે પ્રશ્ન થાય છે કે જો જીવને કર્મનું કર્તુત્વ હોય તો તે તેનો સ્વભાવ થયો, અને વસ્તુનો જે ધર્મ ઠરે તેનો ક્યારે પણ નાશ થાય નહિ, અને તેથી કર્મનું કર્તાપણું ભિન્ન પાડી શકાય નહિ, જેમ અગ્નિની ઉષ્ણતા અથવા પ્રકાશ. ઉત્તર- અગ્નિ અને ઉષ્ણતાની માફક જીવને કર્મનું કર્તાપણું નથી, કારણ કે સંબંધ બે પ્રકારે હોય છે; એક સંયોગી સંબંધ-જેમ પ્રથમ બે પદાર્થ જુદા હોય અને પછી ભેળા થાય, વળી છૂટા થઈ શકે તે સંયોગીસંબંધ છે. બીજો તાદાભ્યસંબંધ-અગ્નિ અને ઉષ્ણતા અથવા પ્રકાશનો તાદાભ્યસંબંધ છે, તે જુદો પડી શકે નહિ. જીવ અને કર્મનો તેવો સંબંધ નથી પણ સંયોગીસંબંધ છે, માટે કર્મનું કર્તુત્વ તે જીવનો સહજ સ્વભાવ નથી. [તા. ૩૧-૧૦-૩૯] આત્મા કર્તા છે કે નથી એ બાબતમાં લોકોને ઘણો ભ્રમ છે. લોકો સ્વચ્છેદે શાસ્ત્ર વાંચે અને સમજ્યા વિના એક પક્ષને ગ્રહણ કરે. આશય કે ન્યાય સમજ્યા વિના એકાંત તાણી જાય છે. ક્યાં ભૂલ થાય છે તે પોતાને સમજાતું નથી અને સમજવાની રુચિ પણ નથી. જીવનું કાર્ય શું છે, જીવને ગુણથી કામ છે કે દોષથી કામ છે તેનો નિર્ણય કરતા નથી. કઈ દૃષ્ટિથી, કઈ વાત, કેટલી હદે (મર્યાદાપણે) સાચી છે એની પરીક્ષા કરતા નથી અને ગમે તેવી કલ્પનાવડે સ્વરૂપનો નિર્ધાર કરી લે છે. સુખ જોઈએ છે છતાં સુખ થતું નથી, માટે તેનો સાચો ઉપાય સમજવાનો બાકી છે એમ નક્કી કરવું જોઈએ અને સદ્ગુરુ પાસે જઈને તત્ત્વવિચારને અનુસરતા પ્રશ્નો પૂછવા જોઈએ. શ્રીમદે આ શાસ્ત્રમાં એવી ઘટના કરી છે કે જે આવો વિચારવાન શિષ્ય હોય તેને આવા પ્રશ્ન ઉદ્ભવે છે. શિષ્ય પૂછે છે કે હે ગુરુ! આત્માને કર્મનો કર્તા કહો તો તે તેનો સ્વભાવ થઈ જાય છે, કારણ કે કર્તાનું ઇષ્ટ તે કર્મ, તે કર્તાથી જુદું હોય નહિ. આમ યુક્તિથી પ્રશ્ન કરનાર વિચારક જોઈએ. લોકો અંધશ્રદ્ધામાં પડયા છે અને બોલે છે કે જ્ઞાનીએ જાણ્યું હોય તે સાચું; પણ જ્ઞાની કોણ કહેવાય તેનું સ્વરૂપ જાણ્યા વિના તમે કોનું કહેલું સાચું છે એમ કહો છો ? એવી અંધશ્રદ્ધા તો દૂર રહો, પણ નવ પૂર્વ જેટલું જ્ઞાન કંઠસ્થ કર્યું હોય તો તે પણ સાચું જ્ઞાન નથી; માટે સાચું સમજવાની જરૂર છે. લોકો સાચું સમજવા અર્થે શંકા કરીને કંઈ પૂછતા નથી. સંસારથી નિવૃત્તિ લઈને, તત્ત્વનું મનન કરે તો કંઈ ઉત્થાન થાય. અહીં શિષ્ય કહ્યું કે જો જીવનો ધર્મ, કર્મ કરવાનો જ હોય તો જેમ અગ્નિનો ધર્મ પ્રકાશ અને ઉષ્ણતા છે તેમ જીવનો તે ગુણ ઠરે અને તેથી તેની નિવૃત્તિ થઈ શકે નહિ; અથવા ઈશ્વર કર્તા હોય તોપણ જીવે કંઈ કરવાનું રહે નહિ; અથવા જીવ અસંગ હોય તો પણ તેને કંઈ ઉપાધિ રહે નહિ. વળી કર્મ એની મેળે થતાં હોય તો પણ તેમાં જીવનો હાથ રહેતો નથી; માટે કર્તાપણું જીવને શી રીતે છે, તે “ સમજાવો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #279 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] [૨૫૩ સદુપાય” તેનો ઉત્તર કહે છે કે એકાંત કથનો વસ્તુ સ્વરૂપને બતાવનાર નહિ હોવાથી મિથ્યા છે. જીવને સુખની ઈચ્છા થાય છે, પણ ઈચ્છા તે દુઃખની ભૂમિકા છે, છતાં ઈચ્છા હું કરું એમ પોતે અંદરમાં ભાવ કરે છે અને તે ભાવને પોતાનો સ્વભાવ માને છે તે પણ અનાદિની ભૂલ છે. હું પરનું કંઈ કરું, પુણ્ય કરું, મોટો થાઉં, ધન કમાઉં વગેરે પરધર્મવાળો અનાદિનો થઈ રહ્યો છે એટલે તેને અસંતોષ છે, તે વિભાવ છે. તેને સાચા જ્ઞાનનું પ્રમાણનું લક્ષ નથી. ન્યાયશાસ્ત્રમાં સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે અને શ્રુત-પ્રમાણના અંશને નય કહે છે. આત્મા ગુણ-પર્યાયથી ભરેલો સ્વાધીન પૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે; તેમાં વર્તમાન જ્ઞાનની અવસ્થા અને ત્રિકાળ, સળંગ અખંડ જ્ઞાયકપણું એ બેઉ પક્ષને એકસાથે યથાર્થપણે ગ્રહણ કરે તો પ્રમાણ કહેવાય. આખી વસ્તુને ખ્યાલમાં લે તેનું નામ પ્રમાણ છે. વસ્તુને મુખ્ય રાખે અને તે વસ્તુના બીજા ગુણને પેટામાં (ગૌણ) રાખે અથવા દ્રવ્યને ગૌણતામાં રાખે અને તેના એક ગુણધર્મને (હેતુવશે) મુખ્ય રાખે તે દૃષ્ટિને નય અથવા સાપેક્ષષ્ટિ કહેવાય છે. જીવદ્રવ્ય સ્વતંત્ર છે, તેમાં બંધની અવસ્થા ક્ષણવર્તી છે અને નિર્દોષ, અબંધ, નિર્મળ વસ્તુ-સ્વભાવપણું છે તે ત્રિકાળી છેએમ યથાર્થ ખ્યાલમાં લેવું તે પ્રમાણ છે. જીવને કઈ દષ્ટિએ કર્તાપણું છે અને કઈ દૃષ્ટિએ નથી; એ રીતે બેઉ દષ્ટિ સમજવાની જરૂર છે. અજ્ઞાનભાવે એકલી અવસ્થાષ્ટિએ જોતાં જીવ રાગ-દ્વેષનો કર્તા છે એમ ઠરે અને સાચી દષ્ટિ એટલે દ્રવ્યદૃષ્ટિએ જુઓ તો જીવ દોષ અને દુઃખનો કર્તા નથી, કારણ કે જો એમ હોય તો તે દોષ તથા દુઃખ ત્રિકાળ રહે, જીવ તેને મટાડી શકે નહિ, પણ તેવું નથી. આત્મા ત્રિકાળી શુદ્ધ છે, એને ભૂલીને કંઈ કરવું એવી ઈચ્છા થાય છે, તે અવસ્થા તો ક્ષણિક છે, જેમ સમુદ્રમાં અનેક તરંગપણું દેખાય છે, તેમાં માત્ર એક તરંગમાં મેલું તૃણ દેખાય છે, તે બધા તરંગમાં નથી. તેમ આત્મા સળંગ ત્રિકાળી છે. તેના જ્ઞાનગુણની માત્ર એક સમયની અવસ્થામાં ભૂલથી માન્યું હતું કે, હું ઈચ્છા, રાગ, દ્વેષ, પુણ્યાદિ અને દેહાદિનો કર્તા છું. એવી અજ્ઞાનદશામાં જે માન્યતા કરી હતી તે ટળી શકે છે, એટલે તે કંઈ જીવનો ત્રિકાળી ધર્મ થઈ જતો નથી. આ ન્યાયને જાતે (સ્વયં) મનન કરો-ઓગાળો તો સમજાય તેમ છે. આત્મા અનાદિઅનંત ત્રિકાળી છે, તેની દરેક ક્ષણેક્ષણે અવસ્થા થાય છે. અવસ્થાનું જે પલટન છે તે આખા દ્રવ્યનું પલટન નથી. જો અવસ્થાએ પણ દ્રવ્ય-ગુણનું પલટન ન હોય તો ક્રોધ ટાળીને ક્ષમા થઈ શકે નહિ. જીવ પુણ્ય કે પાપભાવની જે અવસ્થા ધારણ કરે છે તે વિકારી અવસ્થા છે. તે જીવનો મૂળ સ્વભાવભાવ નથી, છતાં તે જીવનો પોતાનો નિત્ય સ્વભાવ છે એમ ભૂલથી મનાયું છે, એ અવગુણ અનિત્ય સ્વભાવ છે, તેને પોતાનું સ્વરૂપ તથા કર્તવ્ય માને છે તે અજ્ઞાનરૂપ માન્યતા છે. એ માન્યતાની પકડ અથવા ભૂલનું ગ્રહણ પોતે કર્યું છે. તે ભૂલ પોતે ત્રિકાળી અભૂલપણાના લક્ષે ટાળી શકે છે. રાગ, દ્વેષ, પુણ્ય, પાપ તે મારો ધર્મ નથી, દેહાદિની ક્રિયા મારું કર્તવ્ય નથી, પરનું હું કાંઈ કરી શકું નહિ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #280 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છતાં તેની ચેષ્ટા કરવાની શુભ-અશુભ વૃત્તિ દેખાય છે તે મારો ધર્મ નથી. પર નિમિત્તનો આશ્રય પોતે કરે છે તે દોષથી મુક્ત થઈને નિર્દોષ જ્ઞાનમાત્રપણે છું એમ ભાન થઈ શકે છે. અજ્ઞાનથી રાગ-દ્વેષની અવસ્થાનો અને કર્મનો જીવ કર્તા છે, એ ઉપચારષ્ટિથી કહ્યું છે. જેને સાચો વિચાર હોય તે બીજી દૃષ્ટિથી યથાર્થતાનો વિચાર સમજે કે એ ભૂલ કરવી જ પડે એવો સ્વભાવ મારો નથી. મારાથી ભિન્ન વસ્તુમાં કર્તૃત્વ, મમત્વ મનાયું છે તે ભૂલ છે અને તે ટાળવા યોગ્ય છે. ભૂલ ટાળનારો ભૂલસ્વરૂપ નથી પણ નિર્દોષ સુખસ્વરૂપ છે. સુખ અંતરમાં છે, એ ભૂલીને જીવ રાગવૈષરૂપ થાય, તો કર્મ આવે છે. કોઈ કહે કે જડકર્મ વસ્તુ નથી તો તે ભ્રાન્તિ જ છે. આત્મા સાથે જ આઠ કર્મની વર્ગણા આવરણરૂપે છે. તે પણ સત્ વસ્તુ છે, જડ છે. તે નિમિત્તમાં શુભઅશુભનો રાગી આત્મા ત્રાંસી દૃષ્ટિ કરે છે, પરવસ્તુમાં અનેક કલ્પના કરે છે અને તેમાં કર્તૃત્વ, મમત્વ સ્થાપે છે. પોતે જ્ઞાતા જ છે છતાં તે ચૂકીને પરમાં સુખ-દુઃખની બુદ્ધિ કરે તો પોતે તે વર્તમાન એક અવસ્થામાં ભૂલનો કર્તા થાય છે. જ્યાં લગી ભૂલ કરીને પરવસ્તુમાં અટકે છે ત્યાં લગી ભૂલની માન્યતાનો કર્તા કહેવાય છે. પોતે દોષ અને દુઃખનો કર્તા છે. એવું પર્યાયદૃષ્ટિવડે માન્યું છે. તે માન્યતાની ભૂલ ટાળે, પરવસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટ માની અટકે નહિ અને પોતાનું યથાર્થપણું સળંગ જાણે તો પોતાનો નિત્ય જ્ઞાનસ્વભાવ છે તેમાં ભૂલ નથી, પણ જીવ એ જ્ઞાતાદેષ્ટા, સાક્ષીપણું ભૂલે અને પુણ્ય, પાપ, રાગાદિક, દેહાદિની ક્રિયા મારી છે એમ માને અને ભૂલવાળી અવસ્થા ન ટાળે ત્યાં લગી અજ્ઞાન છે. વર્તમાન અવસ્થામાં ભૂલ છે, પણ ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં ભૂલ નથી ભૂલ એ સ્વભાવ નથી, પણ દોષવાળી માન્યતા છે. બેઉ દષ્ટિ સમજવા જેવી છે. સંસારષ્ટિ તે સ્થળ પર્યાયષ્ટિ છે. તે તો વક્રદૃષ્ટિરૂપ અજ્ઞાનભાવ છે, પોતાનો ત્રિકાળી દ્રવ્યસ્વભાવ દોષ કે દુઃખરૂપ નથી. પુણ્ય, પાપ, રાગાદિક હું એ ખ્યાલરૂપ દોષ ટાળીને પોતાના અસંગ સ્વરૂપનું ભાન કરીને તે ભૂલવાળી દૃષ્ટિ ટાળી-પલટાવી શકાય છે. - ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ દૃષ્ટિ ચૂકીને પરવસ્તુમાં સુખ-દુઃખપણું માન્યું છે, તે માન્યતા વર્તમાન અવસ્થા પૂરતી જ છે. તે ભૂલ એક ક્ષણમાં (સમયમાત્રમાં) ટળી શકવા યોગ્ય છે. જો ભૂલ સ્વભાવ હોય તો ટળી શકે નહિ. ઘણા જીવો માને છે કે શુભાશુભ ભાવનું અમારું સ્વામીત્વ છે, વગેરે કર્તુત્વપણું પોતાને વિષે માને છે. તેને ભલે ખબર ન હોય, તોપણ એમ માનતાં શુભાશુભ ભાવ જીવનો સ્વભાવ ઠરે, એ મોટો દોષ આવે. અજ્ઞાનને લીધે ખતવણીમાં તેની મોટી ભૂલ થાય છે, તેનો વિચાર તેણે કરવો ઘટે છે. પોતાને ન સમજાય તો આત્મજ્ઞાની પુરુષ પાસે જઈને પ્રશ્ન પૂછવા અને તેઓ જે કહે તે વિચારવું, પણ જે એકાંત દેષ્ટિમાં રોકાય છે તેને સાચું સ્વરૂપ સમજાતું નથી. પ્રશ્નકારનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #281 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] [૨૫૫ કહેવું હતું કે કર્મ એની મેળે થયાં કરે છે કે પ્રકૃતિ કરે છે, ઈશ્વર કરે છે કે એ કર્મ કરવાનો જીવનો ધર્મ છે, પરંતુ તેની એક પણ વાત પ્રમાણ ન્યાયવાળી નથી. પોતાની ભૂલ પોતાથી થાય છે તેમ જો વિચારે, તો તે ભૂલ ટાળવાનો પ્રસંગ આવે. બીજા કોઈ કહે છે તેથી મને આમ થાય છે, એમ પરનિમિત્ત ઉપર ગુણ-દોષનું આરોપણ કરવું તે વ્યાજબી નથી. અને દૃષ્ટિ એટલે કે નિશ્ચય અને વ્યવહાર જેમ છે તેમ સમજો. જે વખતે જેની વાત હોય તેનું સ્થાપન થાય. જે શુષ્કજ્ઞાનમાં અટકયો હોય અને માનતો હોય કે હું સદાય શુદ્ધ, અસંગ છું, તો તેને જ્ઞાની કહે કે જો તારી વર્તમાન દશા શુદ્ધ હોય તો આ સંસાર કોનો? રાગ-દ્વેષનો કર્તા તું છે, માટે રાગાદિ છોડ. જીવના નિમિત્તથી જ કર્મ બંધાય છે. વર્તમાન અવસ્થામાં જે ભૂલ કરે છે તે ભૂલ ટળી શકે તેમ છે. જો ભૂલ કરવારૂપ ધર્મ જ હોય તો તે છોડી શકાય નહિ, પણ ક્રોધ પલટીને ક્ષમા થઈ શકે છે. જે પરવસ્તુમાં સુખબુદ્ધિ, ઈષ્ટ-અનિષ્ટપણું મનાયું છે. તેનો આશ્રય મનાયો છે તે પરવસ્તુ તારાથી જુદી છે, તેમાં કર્તુત્વબુદ્ધિ, મમત્વબુદ્ધિવાળી મિથ્યા માન્યતા છોડવા માગે તો છૂટી શકે છે અને રાગાદિ મમતારૂપ મોહ છૂટતાં તેનાં નિમિત્તો પણ છૂટી જવા યોગ્ય છે. આ બધાં કારણો વિચારતાં ભૂલ એ જીવનો ધર્મ નથી, એમ જ્ઞાન થાય છે, પણ જ્યાં લગી તે દોષ અને દુઃખરૂપબુદ્ધિ પકડી રાખે ત્યાં લગી દોષ પોતાનામાં રહે; પણ હું જ્ઞાન છું, નિર્દોષ છું એવું સળંગ નિર્દોષતાનું ભાન કરે તથા તેમાં સાવધાન રહે તો આપોઆપ તે દોષ અને દુઃખ ટળી જાય છે. જે ટળે છે, જે છોડી શકાય છે તે પોતાનો ગુણ ન હોય, જેમ કોઈ દુશ્મનને ભૂલથી મિત્ર માન્યો, તેનો સાથ કર્યો પણ જાણ્યું કે તેનો સાથ મને દુઃખરૂપ છે, પ્રથમ મેં તેનાથી હિત માન્યું હતું, પણ તેનાથી મને હિત નથી એમ જાણીને તેનો સાથ છોડી શકાય છે, તેમ જ્ઞાનાવરણાદિ આઠ કર્મનો સંયોગ જીવ સાથે છે, પણ તેનો ધર્મ તેની સત્તામાં છે. જડની દરેક અવસ્થા જડ કર્મમાં છે અને ચેતનની અવસ્થા ચેતનમાં છે. એક આકાશક્ષેત્રે તો છએ પદાર્થો ભેળાં રહે છે, તે સૌ સદા તેના નિજ નિજ ધર્મપણે રહે છે. એકબીજા પોતાનો ધર્મ છોડીને પરપણે થઈ જતા નથી. જીવ અજ્ઞાનપણે પરનું કર્તાપણું માને છે પણ તેથી તે જીવનો ધર્મ થઈ જતો નથી. તે કર્તાપણું વ્યવહારથી જીવને કહ્યું છે. અજ્ઞાનથી રાગ-દ્વેષ, ક્રોધાદિનું કર્તાપણું જીવને કહ્યું છે તે સર્વથા ખોટું નથી, જીવને રાગાદિક તથા મમત્વબુદ્ધિવડે કર્મનો સંયોગ થાય છે અને તે સંયોગ થવાનું કારણ પરમાં સુખ માનવારૂપ મોહભાવ છે. તેને બરાબર ઓળખીને તેનો ત્યાગ (અભાવ) થઈ શકે છે, કારણનો અભાવ થતાં તે ઉપાધિરૂપ કાર્યનો પણ અભાવ થાય છે. કર્મો નિમિત્ત માત્ર છે, તેમાં જોડાણ ન કરે તો તેમાં કાંઈ એવી શક્તિ નથી કે તે ભૂલમાં કારણ બને. કર્મનું કર્તાપણું જીવની અજ્ઞાનતાથી છે. તેથી તે નિવૃત્ત થઈ શકે છે. એટલું સાથે સમજવું ઘટે છે કે જે જે ભ્રમ હોય તે તે વસ્તુની ઊલટી સ્થિતિની માન્યતારૂપે હોય છે અને તેથી તે માન્યતાને ફેરવી શકાય છે. તે ભૂલ ટાળવા યોગ્ય છે; કહેવાનો હેતુ એ છે કે અજ્ઞાને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #282 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરીને પણ જો આત્માને કર્મનું કર્તાપણું માન્યતારૂપે ન હોય તો ઉપદેશક આદિનું શ્રવણ વિચાર, જ્ઞાન આદિ સમજવાનો હેતુ રહેતો નથી. જેમ મૃગજળમાં જળબુદ્ધિ તે ભ્રમ છે, તેનો પરમાર્થ સમજવો જોઈએ. મૃગજળમાં જો પાણી હોય તો શીતળતા આવવી જોઈએ. તે બાજાથી પવન આવતો હોય અને તે સ્થાન સુધી પહોંચી જાય છતાં શીતળતા ન આવી તો તેણે પાણીનું સાચું લક્ષણ ન જાણું. મૂર્ખ હરણિયાં જળનું શીતળ લક્ષણ ન જાણે અને આંધળી દોડ કરે. એમ ન વિચારે કે ત્રણ ત્રણ ગાઉ દોડીને ટાંટીયા દુઃખવા આવ્યા છતાં પાણી કેમ ન આવે? તે વસ્તુતત્ત્વની સાચી ઓળખ વિના, તેના નામે બહારની ક્રિયા, પુણ્ય-પાપ પરિણામ, દેહાદિનું તપ ઘણી ઘણી વાર કરવા છતાં હજી કંઈ ગુણ દેખાતો નથી તેથી તેને શંકા અને અંતરક્ષોભ છે; તથા જ્ઞાનીએ જાણ્યું હશે તે ખરું એમ તેને સંદેહ રહે છે. પોતાને નિઃસંદેહતા નથી. તેથી અંતરમાં શંકા રહે છે કે કોણ જાણે શું હશે? ઢાંક્યા કર્મની કોને ખબર પડે આપણે તો કંઈ પુણ્યાદિ ક્રિયા કરીએ તો ધર્મનું ફળ પામશું, હળવે હળવે ફળ આવશે; પણ એમ ન હોય. કારણ સેવે અને તેનું અંશ પણ ન દેખાય તો તે ખોટો માર્ગ છે. ધર્મ તો પોતાનો સ્વભાવ છે. અહીં વર્તમાનમાં શાંતિ, અતીન્દ્રિયસુખની સમતા ન દેખાય તો પછી ભવિષ્યમાં ક્યાંથી દેખાશે? સાચું જ્ઞાન થયે વર્તમાનમાં બેહદ સુખ-સમતાની શીતળતા અંશે દેખાવી જોઈએ. ફળ પ્રત્યક્ષ વર્તમાનમાં ન દેખાય તો પછી ભવિષ્યમાં દેખાશે ક્યાંથી ? માટે તત્ત્વ વિષે ઘણું સમજવાનું વિચારવાનું છે કે ભૂલ ક્યાં થાય છે? ખતવણીમાં શું ભૂલ છે તે જાણવાનો અને જાણીને ભૂલ ટાળવાનો પુરુષાર્થ કરવો જોઈએ. જેને સાચું સુખ જોઈતું હોય તેણે જાતે પ્રયત્ન કરવો પડશે. [ તા. ૧-૧૧-૩૯. ગાથા ૭૭મી ચાલે છે.] આત્મા અજ્ઞાનપણે રાગ-દ્વેષનો કર્તા છે. જો ભ્રમપણે પણ અજ્ઞાનરૂપ ક્રોધ, માન, માયા, લોભનો કર્તા ન હોય તો તે સર્વથા અકર્તા જ હોય; તો પછી તેને ઉપદેશ, શ્રવણ, મનન કરવાનું ક્યાં રહ્યું? જે ભૂલરૂપે માન્યતા કરી હતી, તે ભૂલ કબૂલે તો તે ભૂલ રહિત થઈ શકાય છે. ભૂલ મારો સ્વભાવ નથી. આત્મા રાગ-દ્વેષ રહિત તદ્ન નિર્મળ શાન્તસ્વરૂપ છે, એમ દ્રવ્યદૃષ્ટિવડ, પર્યાયબુદ્ધિની ભૂલ ટાળે, તો સમ્યગ્નયન (સાચી દૃષ્ટિ) વડે અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકવા યોગ્ય છે. ત્રિકાળી નિત્ય શુદ્ધ દ્રવ્યસ્વભાવ અને વર્તમાન વિભાવ અથવા એક અવસ્થા સમયે પ્રમાણ જ્ઞાન થાય છે. ન્યાયપક્ષનું પરસ્પર સાપેક્ષપણું જાણે તો રાગ-દ્વેષ ટાળીને જ્ઞાનમાં શાન્તિ સમતા ટકાવી શકે છે. સાચા અભિપ્રાયથી અવસ્થાની શુદ્ધિ થઈ શકે છે. સવળી દષ્ટિ વિના-સાપેક્ષવાદ વિના, એકાંત પક્ષપાતદષ્ટિ તે દોષવાન દેષ્ટિ છે. અજ્ઞાનપણે આત્મા રાગ-દ્વેષનો કર્તા થાય છે અને જ્ઞાનભાવે દોષ અને ભૂલ ટાળી શકે છે. જ્ઞાનસ્વભાવે જ્ઞાનનો કર્તા પણ આત્મા જ છે. એ જ્ઞાનની સ્થિરતાનો પુરુષાર્થ તે જ પરમાર્થહેતુ વ્યવહાર છે. સભ્યશ્રદ્ધા, સમ્યજ્ઞાન, સમ્મચારિત્રમય અભેદ રત્નત્રય એ મોક્ષમાર્ગ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #283 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] [૨૫૭ કોઈ કહે કે અમે પુછ્યાદિ ક્રિયાવડે ધર્મ કરીએ છીએ, તો તે વાત જાઠી છે. પુણ્યપરિણામ એટલે શુભાગથી ધર્મ નથી, સંવ૨-નિર્જરા પણ નથી; એનાથી આત્માને ગુણ માનવો તે ચૈતન્યગુણની હિંસા જ છે. એકેક જીવદ્રવ્ય બીજા જીવ-અજીવ દ્રવ્યોથી ભિન્ન છે. જ્ઞાનમાત્ર સ્વાધીન તત્ત્વ છે, તેને પરાશ્રિતપણું નથી. મન, વાણી, દેહની ક્રિયાનું કર્તૃત્વ નથી. પુણ્યાધીન ધર્મ નથી. હું જ્ઞાનમાત્ર કેવળ જ્ઞાતા જ છું, ૫૨નો અકર્તા છું, એમ એકવાર અંદરથી ઊછળીને હા તો લાવો! સાચો અભિપ્રાય તો લાવો! જે પુણ્ય અજ્ઞાની બાંધે છે તેના કરતાં અનેકગણું ઉત્કૃષ્ટ પુણ્ય જ્ઞાનીને સહેજે બંધાઈ જાય છે. હું ચૈતન્ય જ્ઞાતા છું, ૫૨નો કર્તા નથી, નિશ્ચયથી અસંગ, નિર્મળ, અબંધ છું-એવા ભાનની ભૂમિકામાં સમ્યગ્દષ્ટિ ધર્માત્માને લોકોત્ત૨ પુણ્ય બંધાઈ જાય છે, મહાન તીર્થંક૨૫દનું પુણ્ય સહેજે બંધાઈ જાય છે. વિના ઈચ્છાએ થતું પુણ્ય તે પુણ્યાનુબંધી પુણ્ય છે. તેનાં ફળમાં ઇન્દ્ર, ચક્રવર્તી આદિ મહાન પદનો યોગ થાય છે, માટે સત્ અને પુણ્યની ઉત્કૃષ્ટતા જોઈતી હોય તો સત્ને સમજો. ધર્માત્માને પુછ્યાદિ સર્વ ૫૨વસ્તુની ઈચ્છાનો નકા૨ છે, છતાં પૂર્ણ વીતરાગ નથી થયો ત્યાં સુધી પુણ્ય એની મેળે બંધાઈ જાય છે અને અકષાય અભિપ્રાયની જાળવણી કરતો, કષાય તોડતો-તોડતો, સ્વરૂપસ્થિતિની જાગૃતિમાં પુરુષાર્થના બળવડે મોક્ષ હથેળીમાં દેખતો, અલ્પકાળમાં સર્વ કષાયથી મુક્ત થઈ જાય છે. મોક્ષસાધનમાં પુણ્યનો સાથ નથી, પણ અકષાયરૂપ જ્ઞાનબળનો પુરુષાર્થ કામનો છે. જો પુણ્યથી ધર્મસાધન થતું હોય તો પંચમહાવ્રતી અભવીને તથા બીજા અજ્ઞાનીને ધર્મ થવો જોઈએ. મન, વચન, કાય તથા પુણ્ય-પાપની ક્રિયા રહિત, અબંધ, અસંયોગી, શુદ્ધ આત્માની યથાર્થ પ્રતીતિ જો મનુષ્યપણું પામીને ન કરી, પોતાનું યથાર્થપણું ન જાણ્યું, તો તે ભલે પુછ્યવાળો હોય, પુણ્ય કરતો હોય, પણ તે આત્મગુણનો વિરાધક હોવાથી અવશ્ય નિગોદમાં અનંતકાળ રહેવાનો છે. લૌકિક નીતિ, દયા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ શુભરાગ જ્ઞાનીને અમુક દશા સુધી આવે છે પણ જો એવા રાગને ભલો માને છે, રાગનો કર્તા બને છે તો કર્તા થના૨ે જ્ઞાતાપણું જાણ્યું નથી. જેણે એ શુભ ભાવને પોતાનું કર્તવ્ય માન્યું, તેમાં ઠીક માન્યું, તે કદાચ પુણ્ય બાંધે અને અજ્ઞાનભાવે બાંધેલા પુણ્યથી કદાચ દેવ, ભૂતડું આદિ થાય છતાં તે ન૨૬-નિગોદમાં જવાનો છે. લોકોમાં નીતિમાન તરીકે મનાતો હોય, લાખો-કરોડો જનસમૂહ તેને વંદનીય, પૂજનીય માનતા હોય, છતાં તે શુભાગ કે દેહાદિની ક્રિયારૂપ ૫૨નું કર્તવ્ય પોતાનું છે એમ માનતો હોય, તેને ઠીક માનતો હોય તો તે ધર્મી નથી, કારણ કે આત્મસ્વરૂપથી અજાણ જીવ મહાન અપરાધી છે; પોતાની ઊંધી માન્યતાના પોષણવડે જ્ઞાનને આવરે છે, ઢાંકે છે, તો આ ભવથી છૂટીને બીજા ભવમાં મૂઢ થઈ જશે, બહારથી ધર્મ મનાયો છે કે અમુક લૂગડાં પહેરવાં, અમુક રીતે લેવું-મૂકવું, વગેરે. આ આત્મા જડની ક્રિયા કરી શકે નહિ, એમ દાંડી પીટીને અનંત જ્ઞાનીની સાક્ષીથી કહીએ છીએ. જેને નરક–નિગોદમાં જવું હોય તેણે આ વાત ન માનવી. Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #284 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જડની ક્રિયા દેખાય છે તે આત્માને આધીન નથી. જડે જડનું કાર્ય કર્યું, તેમાં મોહી જીવે મારાપણું માન્યું. અનંતા પરમાણુની ક્રિયા તો પરમાણુઓમાં સ્વતંત્રપણે થાય છે. તેની ક્રિયા જે પ્રકારે જે વખતે થવાની હોય છે તે તેના ઉપાદાનના આધારે થાય છે. તે વખતે સામા રાગી જીવને નિમિત્ત કહેવાય છે. ઈચ્છા તે ઉપાધિ છે; તે જીવનું કાર્ય નથી. દષ્ટાંતઃ- આ વસ્ત્ર તે અનંત પરમાણુનો પિંડ છે. તેમાં હલવાની યોગ્યતા ન હોય તો તેને બીજા પદાર્થો કેમ હલાવી શકે? એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ તે બીજા પરમાણુને આધીન નથી. તે પરમાણુમાં વર્ણ, ગંધ, રસ છે અને સ્પર્શની ચીકાશ છે, તેના કારણે તેમાં બંધસ્વભાવ છે, તેથી અનંત પરમાણુ ભેળાં થઈને સ્થળ પિંડ પોતાથી બને છે. જગતના અજ્ઞાનીઓને સંયોગમાં એકતાબુદ્ધિ હોવાથી તેમાં ભ્રમ થાય છે કે મેં આની ક્રિયા કરી. એમ માનતો થકો પોતાના જ્ઞાનમાં જ્ઞાનમાં તેના કરવાપણાના વિભાવનું સ્થાપન કરે છે. જો વસ્ત્રમાં હલવાનું સામર્થ્ય ન હોય તો કુદરતી નિયમ છે કે, જેનામાં જે શક્તિ ન હોય તેમાં નવીન ઉત્પાદકપણું કોઈ આપી શકે નહિ અને જે જે પદાર્થમાં તે તે પ્રકારે પલટવાની શક્તિ હોય તો બીજાએ તેને શું આપ્યું? કોઈ માને કે હું નિમિત્ત થાઉં છું, એ વાત પણ જૂઠી છે. જોગાનુજોગ કોઈ કોઈ વખતે ઈચ્છા અને દેહાદિની કે વસ્ત્રાદિની તે મુજબની ક્રિયા થતી જોવામાં આવે છે. સ્થૂળ દૃષ્ટિએ કોઈ વખત ધાર્યું થતું હોય તેમ લાગે છે; પણ તે અનંત પરમાણુના સમૂહોમાં તે વખતે તે રૂપે થવાનો સ્વભાવ છે, તે અનંત પરમાણુઓના સમૂહને પલટવાનો અને જીવની ઈચ્છાને ઘણીવાર જોગાનુજોગ દેખાય છે. એ રીતે ઘણે ભાગે જડની ક્રિયાને અને જીવની ઈચ્છાને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, પણ એકબીજાનું કર્તુત્વપણું નથી. તે જડની ક્રિયા વખતે, કદી અંતરની ઈચ્છાનો યોગ પણ દેખાય અને લેવા-મૂકવાની ક્રિયા પણ જોગાનુજોગ થતી દેખાય, ત્યાં મિથ્યા દેષ્ટિ વડે જીવ ભ્રાન્તિમાં પડે છે. જો જીવ જડ આદિની ક્રિયા કરી શકતો હોય તો લકવા થાય ત્યારે અંગ કે બીજા જડને કેમ હલાવી શકતો નથી? જો જડની ક્રિયા જીવ કરી શકતો હોય તો જ્યારે જ્યારે તે દેહાદિની ક્રિયા કરવા માગે ત્યારે ત્યારે કરી શકે, પણ તેમ થતું નથી. વળી તંદુરસ્ત માણસ પણ ઈચ્છા મુજબ કાર્ય કરી શકતો નથી. છીંક, બગાસું, શરીરની અનેક ચેષ્ટા ધાર્યાથી વિપરીત અને અણગોઠતી ઘણીવાર થઈ જાય છે. માટે દેહાદિની ક્રિયા, જડની ક્રિયા મારા કરવાથી થાય છે એમ માનવું એ મહા પાપ છે. દેહાદિના જડ ધર્મ અને પોતાનો ચૈતન્યધર્મ બેઉ સદાય જુદા અને સ્વતંત્ર હોવા છતાં જે જડનું કર્તાપણું માને છે તે આત્માને માનતો નથી, માટે તે ભાવહિંસા કરનારો પાપી છે. લાખો-કરોડો માનવી જે માને છે તેનાથી અમે બીજું કહીએ છીએ. આ ન્યાય સમજ્યા વિના પરમાર્થતત્ત્વ સમજી શકાશે નહિ. આ વાત ત્રિકાળ જ્ઞાનીઓએ સમ્મત (માન્ય) કરેલી છે. આ વાત ન્યાય, યુક્તિ, આગમ અને અનુભવથી સિદ્ધ છે. આત્માનું જ્ઞાન વિના બીજું કાંઈ પણ કર્તુત્વ નથી. જ્ઞાન કોઈ સમયે જાણવામાં અટકે નહિ, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #285 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૭] [૨૫૯ જાણવાની ના પાડે નહિ. કોઈ દેહાદિની ક્રિયા કરવા જીવ ઈચ્છે, પણ ઘણી વખત તે મુજબ થતી જ નથી; છતાં પણ હું કરું છું એવી ભ્રમરૂપ માન્યતા જીવ કરી શકે છે. લોકોને અપૂર્વ વિચારથી તત્ત્વનું મનન નથી અને પરવસ્તુથી જ કલ્યાણ (સુખ) થતું હોય એમ બહારથી કર્તવ્ય મનાઈ ગયું છે. ભલે મુખથી કહેતો હોય કે દેહ અને આત્મા બને તત્ત્વ જુદાં જુદાં છે, છતાં પરવસ્તુના સંયોગથી, પુણ્યાદિથી મને લાભ થાય, ગુણ થાય, ધર્મ થાય એમ જ્યાં સુધી તે માને છે ત્યાં સુધી તત્ત્વની ઓળખ નથી. એક તણખલું તોડવાની શક્તિ કોઈ આત્મામાં ત્રણ કાળમાં નથી. સામા તણખલામાં હલવાની તે વખતે યોગ્યતા હતી ત્યારે તે જીવને કષાયભાવે ઈચ્છા થઈ કે આ તણખલાને હું હલાવું, (જીવે કદી હુલાવ્યું નથી પણ મિથ્યા અભિમાન કર્યું છે. આ સાધારણ દષ્ટાંત ઉપરથી સમજાશે કે વ્યાપ્ય-વ્યાપકભાવ વિના કર્તા-કર્મપણું થઈ શકતું નથી, તેથી ઊંડાણથી વિચાર અને મનન કરવાની જરૂર છે. જે મનાયું છે કે અમે કરીએ, લઈએ, મૂકીએ, પુણ્ય-દયાનાં કાર્ય, સેવાનાં કાર્યો અમારું કર્તવ્ય છે, તેથી અમે કરી શકીએ છીએ, તે અનાદિના દેહાધ્યાસવડે મનાયું છે. તે ભૂલવાળી માન્યતા છે. કાર્ય કરવાની ઈચ્છા થવી તે જીવના ચારિત્રગુણની અશુદ્ધ દશા છે. જડનું તેવું કાર્ય જે કાળે થવાનું હોય છે, તે કાળે મોહી જીવ કષાયભાવરૂપ (ક્રોધ, માન, માયા અને લોભરૂપ) સ્વયં પરિણમે છે. જે કાર્ય થવાનું હતું તે થતાં તેમાં તેનો કર્તા અને ધણી થઈ બેસે છે અને માને છે કે મેં ઉપકાર કર્યો, મેં સેવા કરી, દવા કરી, હોસ્પિટલ બંધાવી, મારાથી આમ થયું, આને મારાથી લાભ થયો, એમ જડની ક્રિયાનો તે સ્વામી થાય છે. ગાડાતળે કૂતરું ચાલે અને કહે કે હું ચલાવું છું, તેમ અજ્ઞાની સંસારની ક્રિયાનું મિથ્યા અભિમાન કરે છે. પ્રશ્ન :- પણ લોકો આવું માનશે તો કોઈ દયા, સેવા, દાનાદિ કાર્ય કરશે નહિ. ઉત્તર :- એ કાર્ય થવાનું હોય તે વખતે થયા વિના રહે નહિ, પણ આત્મા તે ક્રિયાનો કર્તા નથી. સામા રાગી જીવોને તે પ્રકારનાં પુણ્યનો ઉદય હોય તો, તમને નિમિત્ત થવાનો વિકલ્પ આવ્યા વિના રહે નહિ. તેના ઉપાદાનને લાયક જે જે દેહો નિમિત્ત થવાના હોય તે થાય જ. તેને કોઈ રોકી શકે નહિ. જ્ઞાની ગૃહસ્થ પણ દાનાદિ કાર્ય કરે છે. છતાં તેને તે પોતાના કાર્ય તથા મોક્ષમાર્ગ માનતો નથી. ક્રિયા થાય જડની અને લાભ થાય આત્માને તેમ માનવું તે મિથ્યાત્વ છે. જડ ભાવથી ઝેર ફાટશે અને બીજા ભવે મૂઢ જેવો બનાવી દેશે. એ પોતાના અપરાધનું ફળ છે. કોઈ જીવ એમ માને કે પુણ્યથી પરંપરાએ સારા ભવ મળશે, એમાં કોઈવાર સપુરુષનો જોગ થઈ જશે, તો તે સાચું નથી. તેણે મૂળથી જ ઝેરથી ગુણ માન્યો છે પણ ઝેરનું કારણ ગુણરૂપ ક્યાંથી થાય? અજ્ઞાનભાવે શુભ પરિણામ કર્યા અને માન્યું કે હાશ! મેં બહું સારું કર્યું. જીવ બચ્યો તેમાં સામાનું આયુષ્ય હતું છતાં તે મારાથી બચ્યો, મેં બહુ સારું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #286 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ૨૬૦ ] કર્યું, એમ જડની ક્રિયાનો સ્વામી થનાર જીવ, ભગવાન અક્રિય જ્ઞાતા આત્મા ઉપર બંધનરૂપ પરાધીનતાનાં આવરણ નાખે છે. જ્ઞાતા-દેષ્ટા-સાક્ષીપણું ભૂલીને જડભાવનો આદર કરે છે તે જ જ્ઞાનભાવનો અનાદર છે. આ સ્પષ્ટ ન્યાય પણ મોહથી અંધ થયેલાને નહિ સમજાય. ત્રિકાળી અકષાય સ્વભાવના આશ્રય વડે ભૂલને ભૂલ જાણે, અને ઉપાધિરૂપ કે પરાધીનતારૂપ હું નથી એમ જીવ સવળો પડે, સમ્યગ્ અભિપ્રાયની સંભાળ કરે, પ્રત્યેક વસ્તુતત્ત્વના સ્વતંત્રપણાને કા૨ણે બેઉ દ્રવ્યનાં લક્ષણ જુદાં છે, કાર્ય જુદાં છે-એમ યથાર્થપણે જાણે, માને તો જ સમભાવમાં-સમતાસ્વરૂપમાં જ્ઞાતા-દ્રષ્ટાપણે, નિર્દોષપણે રહી શકાય છે અને તે જ આખા જગતને ઉ૫કા૨ી નિમિત્ત છે. સતને સમજ્યા વિના ઉપકાર શું થાય ? સાચું જ્ઞાન થયા પછી ધર્માત્માને પૂર્વનો યોગ અને શુભરાગની વૃત્તિ હોય ત્યાં લગી દયા-દાનના વિકલ્પ આવે છે, અને કાર્ય થઈ જાય છે. સામાનાં પુણ્ય પ્રમાણે તેના દેહાદિની ક્રિયા તેની યોગ્યતા પ્રમાણે થયા વિના નહિ રહે. ધર્માત્મા તે દેહાદિ, રાગાદિ તથા પુણ્યની ક્રિયાનો પણ કર્તા તથા સ્વામી થતો નથી. માત્ર જાણે છે કે તે પદ્રવ્યનું કાર્ય સ્વતંત્ર તેના ઉપાદાનને આધીન છે. આત્મા અરૂપી જ્ઞાનસ્વરૂપ છે તે દેહાદિ, વસ્ત્રાદિનો કર્તા હોય તો તેની ક્રિયા જ્યારે ક૨વા માગે ત્યારે કરી શકે, પણ તેમ થતું નથી. વસ્તુનો નિયમ સમજો, કે કર્તા તેને કહીએ કે જે સમયે કરવા ધારે ત્યારે કરી શકે. ચેતનનું જ્ઞાન કર્મ છે. જ્ઞાન સિવાય બીજું કાંઈ કાર્ય થઈશકતું નથી. સદાય જાણ્યા જ કરે એવું જ્ઞાનલક્ષણ એ જ આત્માનું કર્મ આત્મામાં જ છે. ત્રિકાળ ચોક્કસ નિયમ છે કે એક દ્રવ્યની ક્રિયા બીજાં દ્રવ્ય કરી શકે નહિ. કોઈ દેહનું કમ્પન થાય છે, અનેક પ્રકારે અણગોઠતી ક્રિયા થઈ જાય છે. તો તેમ કરવાની ઈચ્છા નથી છતાં દેહાદિની ક્રિયા જે થવા યોગ્ય હોય તે થાય છે. હવે આ ઉ૫૨થી કોઈ કહે કે તો શું અમે પાપક્રિયા કરીએ ? આત્મા તેનો અકર્તા છે? પાપનો વિકલ્પ આવે તો ? ઉત્ત૨:- અમુક ગુણ પ્રગટયો એટલે રાગ-દ્વેષની તીખાશ અને ભૂંડાં કાર્ય કરવાં પડે એવાં કર્મનો ઉદય જ ન હોય, ઈચ્છા પણ ન હોય. જેને માંસ ન ખાવું એવો દૃઢ નિર્ણય છે તેને માંસ ખાવાની ઈચ્છા જ ન થાય. તેવી ભાષા અને નિમિત્ત પણ ન હોય. જેને બ્રહ્મચર્યરૂપ દશા થઈ તેને સ્ત્રીસમાગમની ઈચ્છા ન થાય બ્રહ્મચર્ય વ્રતનું પાલન હોય તે જુદી વાત છે પણ કોઈ દેહથી સ્ત્રીના દેહને ન અડવાનો નિયમ ૨ાખે અને માને કે મારાથી તે જડનો સંયોગ છૂટી શક્યો છે, હું જડને ત્યાગી શકું છું, હું દેહથી બ્રહ્મચર્ય પાળું છું તો તે માનનાર મહા વ્યભિચારી છે. હું જડની ક્રિયા કરી શકું, લઉં–મૂકું એમ પરનાં ગ્રહણ-ત્યાગ કરવાપણાનું મિથ્યા અભિમાન છોડયે છૂટકો છે આત્માના ઘરની સાચી વાત જેને ન બેસે તેને જડભાવ અને મૂઢતા ગોઠે છે, પરાધીનતાની રુચિ છે. જડની ક્રિયા મારાથી થાય એમ માને તે આત્મસ્વરૂપનો જ્ઞાયકતાનો મોટો વિરાધક છે, સ્વનો હિંસક છે. બહા૨થી અહિંસા પાળતો હોય, પાંચ મહાવ્રત પાળતો હોય, છતાં તત્ત્વજ્ઞાનમાં મહા Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #287 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૬૧ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮] અધર્મી છે. મિથ્યાત્વ સહિત પુણ્ય બાંધે છે, છતાં તેને પાપી કહ્યો છે. આત્મા અરૂપી જ્ઞાનમૂર્તિ છે, જડ અને ચેતનની જુદી જુદી સ્વાધીન ક્રિયા છે માટે તે સંબંધી સમજણનો ખૂબ વિચાર કરવા જેવો છે, નિવૃત્તિ લઈને તેનું મનન કરો અને પોતાની જાતના નિર્ણયથી તે માનો. આ સમજ્યા વિના રાગ-દ્વેષ અને મમત્વ ટળી શકે નહિ. જેવું સ્વરૂપ છે તેવું સમજ્યા વિના અનંત કાળમાં રખડવું થયું છે, આ સમજણ વિના બીજાં બાહ્ય સાધન પૂર્વે અનંતવાર કર્યા છે, માટે જીવે વિચારવું કે મારું જ્ઞાતાતત્ત્વ કેવું છે? હું કેવડો છું? કર્તા-ભોક્તાપણું ક્યાં કેમ ઘટે છે એનો યથાર્થ અંતરવિચાર ઊગ્યા વિના ધર્મ ક્યાંથી થાય? લોકોએ સહેલામાં ધર્મ માની લીધો છે. પરાશ્રિતપણા ઉપર મીંડાં મૂકવાં પડશે. પ્રથમ શ્રદ્ધામાં સર્વત્ત-વીતરાગકથિત સ્વાશ્રયપણાનું ગ્રહણ થતાં સર્વથા પરાશ્રયની શ્રદ્ધાનો ત્યાગ થઈ જાય છે. [તા. ૨-૧૧-૩૯] કર્તા શું છે તેનો અધિકાર ચાલે છે. આત્મા જ્ઞાનઘન છે, તે બાહ્ય જડ આદિ પર-પદાર્થોનો કર્તા નથી. રાગરૂપ કર્તાપણાના ભાવે પરમાં કર્તુત્વ માન્યું હતું. તે ભાન થયે અકર્તા થઈ શકે છે. ૭૭ હવે જીવને પરમાર્થે જે કર્તાપણું છે તે કહે છે : ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. ૭૮ આ વાત ઝીણી પડે છે તેનું કારણ લોકોને તત્ત્વનું મનન નથી. જાતે વિચાર ન કરે તેને શું લાભ થાય? તીર્થકર આદિ જ્ઞાની પુરુષનું ઉત્કૃષ્ટ નિમિત્ત મળે છતાં નિમિત્તને ઓળખીને ઉપકારી કારણ પોતે ન બનાવે તો શો ઉપકાર થાય? પુણ્ય-પાપ, રાગાદિક પરવસ્તુનો અકર્તા થઈ. “હું નિર્મળ જ્ઞાતા જ છું' એમ પોતાની દઢતા કરે નિશ્ચલ અભિપ્રાય કરે, તો રાગ-દ્વેષની ભાવના માટે અને જડનો કર્તા ન થાય પણ પોતાના જ્ઞાનનો કર્તા થાય. દેહાદિ જડ પરમાણુ દેહાદિ, શુભ-અશુભ આદિ ક્રિયા મારી નથી, પુષ્યવૃત્તિ, શુભભાવ, ઈચ્છા આદિ અસ્થિરતા ક્ષણિક વિકાર છે, તે જીવનો ધર્મ નથી, એમ પરાધીનતાથી છૂટીને રાગાદિકથી રહિત નિર્મળ જ્ઞાનસ્વભાવમાં જીવ ઠરે ત્યારે જ્ઞાનનો કર્તા થાય. તે સમ્યગ્દર્શન થયું. આ ભૂમિકાને ચોથી ભૂમિકા કહે છે. ગૃહસ્થ વેશમાં રહેલ રાજા હો, અન્ય હો, કોઈ પણ સ્ત્રી હો, છતાં તત્ત્વમાં નિર્દોષ દષ્ટિવડે સ્વાધીન ધર્મ પામી શકે છે. તેને સ્વધર્મની સિદ્ધિ થવાથી પોતાના ભાનમાં તે અતિ સુખી છે. હું જ્ઞાનનો કર્તા છું એટલે કે રાગાદિક તથા જડની ક્રિયામાં સ્વામીપણું હતું તે ટળ્યું અને પોતાના પૂર્ણ પવિત્ર બેહદ સુખ સ્વરૂપનું અહંપણું-નિર્દોષપણું થયું એ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #288 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ૨૬૨ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જ્ઞાનમાં ટકવું તે જ ચારિત્ર છે. મન, વાણી, દેહની ક્રિયામાં ધર્મ માની પુણ્યાદિમાં અટકવું અજ્ઞાન વડે થતું હતું તેને વિભાવ જાણીને એ મારો ધર્મ નથી, એમ તે ઉપાધિથી જુદો પડીને નિર્મળ શ્રદ્ધા-જ્ઞાનદ્વારા જ્ઞાતાદ્રષ્ટા-સાક્ષીપણે ટક્યો, એટલે વિકા૨નો કર્તા ન થયો પણ પોતાના નિર્દોષ જ્ઞાનનો કર્તા થયો. સ્વભાવ એટલે કેવળ જ્ઞાનમય આત્મધર્મ તેનું જાણવું. તેમાં પુણ્યાદિ તથા દેહાદિનું કર્તૃત્વ કે સ્વામીત્વ ક્યાં આવ્યું? જરા મધ્યસ્થપણે વિચારો. પોતાના અભિપ્રાયની ખતવણીમાં સંભાળમાં ક્યાં ભૂલ થાય છે તેને ઊંડાણથી વિચારો. જે સ્વરૂપ સપ છે, સ્વાધીન છે તેને અન્યથા માનવું તે શું મહાન અપરાધ નથી ? સ્વહિંસા નથી ? ૫૨ને પોતાનું માનવું તે મહાપાપ છે. મિથ્યાત્વ છે, હું ૫૨થી ભિન્ન જ્ઞાતા છું તે જ્ઞાન, અને જ્ઞાનનો ભરોસો કરવો તે શ્રદ્ધા જ ૫૨મ દુર્લભ છે. જ્ઞાનમાં ઠર્યા વિના જ્ઞાનની શ્રદ્ધા થાય નહિ. આત્મામાં ટકયા વિના શાન્તિ થાય નહિ. પુણ્યાદિ ભાવ તો મોહકર્મની સંતતિ છે, ઉપાધિ છે, તેનાથી શાન્તિ કેમ થાય? હળવે હળવે ન્યાયને તા૨વવો જોઈએ કે સુખનું-શાંતિનું સત્તાસ્થળ ક્યાં છે? જો ૫૨માં સુખ હોય તો બતાવો ! કોઈ કહે કે સંસારમાં રહીને જ્ઞાન ન થાય, પણ અમે કહીએ છીએ કે સંસારભાવથી રહિત ગમે ત્યાં જ્ઞાની થઈ શકાય છે, તેમાં કોઈ ના પાડે એમ નથી. આત્મા નિરૂપાધિક સ્વાધીન તત્ત્વ છે, એમ નિર્ણય કરનાર પોતાના નિર્દોષ જ્ઞાનનો કર્તા થયો ત્યારે તો પ્રથમ ભૂમિકા સમ્યગ્દર્શન જે જૈનનો એકડો જ છે તે કહેવાય. ચેતન જો નિજભાનમાં છે તો તે સમ્યગ્દર્શન છે, તે કોઈ દોષ કે દુ:ખનું કારણ નથી; પુણ્ય, પાપ, રાગાદિમાં તેને ટકવું હોતું નથી. જેણે ૫૨માર્થસ્વરૂપ જાણી પોતાનામાં જ્ઞાતાપણું માન્યું છે તે લૌકિકમાં કહેવાતાં સારાં કાર્યોને પણ પોતાનાં ન માને. માત્ર જ્ઞાન મારું. મારામાં કર્યું થાય છે. એમ જ્ઞાનમાં જાગૃત રહે છે, સ્વાત્મવિચાર કરે, જ્ઞાનને જ જાણે એ જ ધર્મ છે દેહની ક્રિયા તેની યોગ્યતા મુજબ થયા કરે, પુણ્યાદિ કે દેહાદિની કોઈ ક્રિયાનો કર્તા તેમજ સ્વામી થતો નથી. જ્ઞાન ૫૨નું કંઈ કરે નહિ, એવા જ્ઞાનને પોતાનું માનવું તે જ્ઞાનની શ્રદ્ધાનું કર્તાપણું છે. શાન કરવું તે જ્ઞાનનો કર્તા, જ્ઞાનમાં ટકવું તે ચારિત્રનો કર્તા છે; જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, શ્રદ્ધા, અને રાગ રહિત જ્ઞાનમાં એકાગ્રતા કરવા જેવી છે. જ્ઞાન અને જ્ઞાનમાં જાગૃતિનો પ્રયત્ન કરવારૂપ ૫રમાર્થભૂત વ્યવહા૨ તે બધું જ્ઞાનથી ભિન્ન હોય નહિ. આત્માનો વ્યવહારરૂપ પુરુષાર્થ પુણ્યાદિ, રાગાદિ, દેહાદિમાં હોય નહિ. લોકોત્ત૨-૫૨માર્થ માર્ગમાં જ્ઞાતાની જ્ઞાનરૂપે જ કારવાઈ છે, ૫૨ની અથવા પુણ્ય-પાપની કા૨વાઈ નથી, એવું ભાન તે પ્રથમ પગથિયું છે. આ ન્યાયને વિશાળતાથી સમજ્યા વિના રાગાદિક ઉપાધિથી રહિત થઈ શકાય નહિ. વસ્તુનો પૂર્ણ સ્વભાવ જેમ છે તેમ માનવાનું કહ્યું છે. પોતાનું કર્મ-કાર્ય જ્ઞાનમાં છે એમ ન માને, અને પુણ્ય-પાપ મારાં છે, મેં કર્યાં, મારું કર્તવ્ય છે, હું ૫૨નું આમ કરી દઉં, રાખું, લઉં, મૂકું, બીજાને સુખી Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #289 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮] [૨૬૩ કરું, મેં ફલાણાની સેવા કરી, દાન કર્યું આમ માનનાર જ્ઞાતાપણાનો અનાદર કરનાર છે, તેથી મોટો અપરાધી છે અને ભાવકર્મરૂપ અજ્ઞાનનો કર્તા છે. જેનું જ્ઞાનમાત્રમાં રહેવું છે તે જ્ઞાતા જ છે. “ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” આ મહા પદમાં ઊંડું અવગાહો, મનન કરો, આ જ સાર છે; આ બે લીટીમાં જ્ઞાની તથા અજ્ઞાનીનું વલણ કહ્યું છે. હિત-અહિત જાણ્યા પછી હિતનું સેવન થઈ શકે. પોતાના સ્વરૂપની સાચી ઓળખ વિના સમ્યગ્દર્શન નથી અને સમ્યગ્દર્શન વિના ધર્મ નથી. ધર્મ શું, હું કોણ, હિત શું, અહિત શું, આ પુણ્ય-પાપ, રાગાદિ મલિનતા શું, રોગ શું અને નિરોગતા શું, એ સમજ્યા વિના તે કોનો ધર્મ કરશે? ભાન વિના અજ્ઞાન કરશે. સ્વરૂપ સમજ્યા વિના જે કંઈ માને છે તે વિપરીત છે, જે કંઈ જાણે છે તે જડને જાણે છે. પોતાને ક્યારેય પણ જાણતો નથી. પ્રશ્ન :- પણ જ્યાં લગી સમ્યગ્દર્શન ન થાય ત્યાં લગી શુભક્રિયા, વ્રત, તપ, દાન વગેરે કરીએ તો શું વાંધો? ઉત્તર :- દેહાદિની ક્રિયાનું કરવું કે ન કરવું તે કાંઈ આત્માને આધારે નથી. મેં ન કર્યું એમ અજ્ઞાની માને ત્યાં જ્ઞાન શું કરે, માટે પ્રથમ આત્માનું સ્વરૂપ તો સમજો. એ જ કાર્ય છે. જ્ઞાતાનું જ્ઞાન કાર્ય છે; મન, વાણી, દેહાદિ પરમાણુની ક્રિયા ચેતનને આધીન નથી, નાહક મિથ્યા અભિમાન થાય છે. છતાં શુભ તજીને પાપ કરો એમ કહેવું નથી; પણ એ વડે મને ગુણ થશે, ધર્મ થશે, એ મારું કર્તવ્ય છે, એ કરું તો ઠીક થાય એ બુદ્ધિ જ મહા મિથ્યાત્વનું પોષણ છે. તે મિથ્યા માન્યતાનો અભાવ કરવા માટે માન્યતા બદલાવવાની જરૂર છે. પ્રથમ શુભ કરું અને તેમાંથી પછી શુદ્ધ પ્રગટશે, તેમ માનવું તે સાચી દૃષ્ટિની અપેક્ષાએ અધર્મ છે, જ્ઞાતાપણાની વિરાધના છે. સમ્યગ્દષ્ટિને પણ એ કાર્ય થઈ જાય, પણ તેની સમજણમાં મોટો આંતરો છે. તેણે રાગનું કોઈ કાર્ય ઠીક માન્યું નથી. પોતે પવિત્ર જ્ઞાનપણે ટકી રહેવાના પ્રયત્નમાં છે. બીજું કાંઈ કરતો નથી. આત્માના ચૈતન્યસ્વભાવને પુણ્ય-પાપ ગૂમડાં છે, ઉપાધિ છે, પુણ્યપરિણામ તે મોહકર્મની સંતતિનું ફળ છે, તેને ગુણ કેમ મનાય? તે વિચારો. પોતાને દોષ-દુઃખરહિત આરોગ્યવંત થવું છે માટે ધર્માત્મા પૂર્ણ શુદ્ધસ્વરૂપને સંબોધે છે કે “આરૂષ્મ બોહિલાભ” (લોગસ્સ સ્તુતિ) બોહિત્રબોધિ=સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન-ચારિત્રની એકતા; લાભ = મારામાં શક્તિરૂપે એ આખું સિદ્ધત્વ છે, તેની મને પ્રાપ્તિ થાઓ. “તીથ્થયરા મે પસીયંતુ” હે જિન વીતરાગ ! તમે મારા ઉપર પ્રસન્ન થાઓ; Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #290 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા એમ શબ્દો પ્રમાણે અર્થ ન થાય. વીતરાગને રાગ નથી, તે કોઈ પર પ્રસન્ન થતા નથી, પણ પોતે વીતરાગને ઓળખીને જેવું તેમનું શુદ્ધ સ્વરૂપ છે તેવું જ મારું છે, તે લક્ષે અંદરથી પુરુષાર્થ ઉપાડીને પોતાના ચેતનની પ્રસન્નતા કરે છે અને જે ભગવંતો થઈ ગયા તેમનાં ગુણગ્રામ કરે છે. શબ્દોમાં નિમિત્તની ભાષા આવે તે તો સનું બહુમાન છે, પણ કોઈ શબ્દને વળગીને કહે કે શાસ્ત્રમાં ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું છે તેનાથી ગુણ થાય, પણ શબ્દોવડે અર્થ કરવા જાય તો શબ્દોથી મેળ ન બેસે, વળી “ઠાણે સંપાવિઉ કામાણે” તેનો અર્થ શું થયો? હે ભગવાન તમે મોક્ષસ્થાનના કામી છો, તો શું તે વીતરાગી પુરુષને ઇચ્છા હશે? તેમ નથી, પણ સાધકને અધૂરાશ છે, તેથી પોતાના પરમાર્થને સંબોધે છે, અને પોતાને પૂર્ણ થવાની કામના છે, તેથી સમર્થનું નામ લે છે. દેવ, ગુરુ, ધર્મ વિતરાગ છે, તે પૂર્ણ સસ્વરૂપ છે. તેમનું બહુમાન કરવા માટે તે પ્રત્યે પરમ ઉપકારીપણાનો આરોપ કરી સ્તુતિ કરે છે, સાથે ભાન છે; શુભ વિકલ્પને કોઈ આદરણીય માને તો મિથ્યાત્વ છે. વીતરાગતાનો પ્રેમ તે રાગનો પ્રેમ નથી, રાગનો આદર નથી. જો રાગનો રાગ રાખે તો તે વીતરાગનો આદર નથી. વીતરાગી પુરુષો થઈ ગયા તેમના ગુણનું બહુમાન કોણ કરી શકે? તેમને યથાર્થપણે ઓળખીને પુણ્ય-પાપ-રાગાદિકના રોગરહિત આરોગ્યમય વીતરાગતાનું પોસાણ જેમને થયું હોય તે; કેમ કે તે પોતાનો અરાગભાવ ઉપાડે છે. વીતરાગ ભગવંતોની વીતરાગતાને ઓળખીને તેમાં ઉપકારીપણાનું આરોપણ કરે છે; અને ભગવંતોનું જે બહુમાન કરે છે તે પરમાર્થે પોતાના ગુણનું બહુમાન છે. શાસ્ત્રમાં તો નિમિત્તના જ શબ્દો મુખ્યપણે આવે. Nઆવશ્યક આદિ ક્રિયાનો શુભરાગ નીચલી દશામાં હોય છે. જ્ઞાનીને તે હેય બુદ્ધિથી છે, શ્રદ્ધામાં પ્રથમથી જ તેને બંધનનું કાર્ય માને છે. પોતે તીવ્ર કષાય ટાળવાનો પુરુષાર્થ કરે છે. સાથે શુભજોગની ક્રિયા પણ જે નિમિત્તરૂપ જણાય છે તેને જાણે છે કે તે કાર્ય મારું નથી; તેનાથી મને ગુણ નથી. વિનયની ભાષા આવે કે “હે ભગવાન! મને સિદ્ધપદ આપોતો દેહરહિત સિદ્ધ ભગવાન કોઈને કાંઈ આપી શકે? નહિ જ. પણ સમજનાર સમજીને પોતાનો પુરુષાર્થ ઉછાળીને કહે છે કે હું સિદ્ધ જેવો છું, જેટલું સિદ્ધપદ તેટલો હું, જે કાર્ય સિદ્ધ ભગવાનમાં ઘટે તે મને ઘટે. આવો નિર્ણય પ્રથમ ભૂમિકામાં જોઈશે. વીતરાગ અને વીતરાગતાના નિમિત્તનું બહુમાન હોય; ભાષામાં વિનય નમ્રતા જ હોય, અભિમાન ન હોય. માટે બોલણીમાં વ્યવહારભાષા આવે, જ્ઞાની પણ લોકભાષામાં બોલે, પણ અંતરમાં ખતવણી છે કે હું સિદ્ધ જેવો છું, પરનો અકર્તા છું, જ્ઞાતાદ્રષ્ટા જ છું, જ્ઞાન મારું કર્મ છે. “ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ,” એટલે પોતાના નિરૂપાધિક સ્વભાવનું આત્મામાં કર્તાપણું છે, એવો યથાર્થ નિર્ણય થયો, તો પછી પુણ્યાદિ, દેહાદિ પરદ્રવ્યનાં કોઈ કાર્યને પોતાનાં કેમ માને? જે પોતાને હાથ નથી, જે કાર્ય પોતાથી થતાં નથી છતાં, જેમ દોરડીમાં સર્પની કલ્પના કરવી તે મિથ્યા છે, તેમ પરના કાર્યમાં પોતાનું કર્તવ્ય છે તે માન્યતા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #291 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮] [ ર૬૫ મિથ્યા છે એમ જાણવું. જાણવા સિવાય હું બીજું કંઈ કરી શકું તે માન્યતા મિથ્યા છે. જીવ પોતાના સ્વરૂપનો કર્તા છે, તે પરનો કર્તા કોઈ રીતે નથી. વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ” નિર્મળ શુદ્ધ સ્વરૂપના ભાન રહિત પુણ્ય-પાપ, દેહાદિમાં જે કંઈ ઇચ્છા વગેરે મલિનતામાં, પરભાવમાં ટકયો છે તે અજ્ઞાન વડે અધર્મી જીવ પોતાના જ્ઞાનસ્વભાવમાં વર્સો નહિ ત્યારે કર્મના પ્રભાવનો કર્તા કહ્યો છે. કર્મના બે પ્રકાર છે:–ભાવકર્મ અને દ્રવ્યકર્મ. ચોવીસ જિનસ્તુતિ (લોગસ્સ) માં આવે છે કે “ વિહુયરયમલા” હે ભગવાન! આપે રજ અને મેલ બન્ને ટાળ્યાં છે. રજ એટલે જ્ઞાનાવરણાદિ આઠ કર્મની ઝીણી ધૂળ અને મળ એટલે રાગાદિક પુણ્ય-પાપના પરિણામ તે મળરૂપ ભાવકર્મ છે. તે ચેતનની, પરવસ્તુમાં મોહવાળી, વિકારી અવસ્થા છે. તે અજ્ઞાનપણાની ભૂલ છે, મિથ્યા માન્યતા છે, ભ્રમણા છે; પણ જ્યારે શુદ્ધ પરમાત્માને ઓળખ્યા કે સિદ્ધ ભગવાન જેવો હું શુદ્ધ છું, ઉપાધિ, ભૂલ, ભ્રમણા મારો સ્વભાવ નથી, એમ જાણે એટલે વિભાવની રુચિ-અસરથી, ભ્રાન્તિથી છૂટીને સમ્યક્ અભિપ્રાયમાં સ્થિર થાય છે એટલે કે વિભાવથી છૂટીને સ્વભાવમાં નિશ્ચય ટકે છે. આત્માનો યથાર્થ નિર્ધાર થયો તે જ વખતે રાગાદિ અને દેહાદિ સંયોગથી છૂટી શકાતું નથી, પણ ક્રમેક્રમે પુરુષાર્થ વધતાં વધતાં અલ્પકાળમાં તે કર્મકલંકનું નિમિત્ત એની મેળે છૂટી જાય છે. અનંત જ્ઞાનીઓના હૃદયમાં રહેલો આ ગૂઢ ભાવ છે. હું પૂર્ણ શુદ્ધ છું પૂર્ણને સાધવાનો પુરુષાર્થ-આ બેઉ દેષ્ટિને લક્ષમાં રાખી જેમ છે તેમ સમજીને અંતરમાં તત્ત્વનો નિર્ણય બેસાડો. ત્રણે કાળે આ જ મોક્ષમાર્ગ છે, બીજો માર્ગ જ નથી. આમાં કાંઈ મતભેદની વાત નથી. આગળ કહ્યું હતું તે પ્રમાણે જેમ સ્વભાવ છે તેમજ કહેવાય છે; માટે મતભેદ છોડીને જો સમજો તો જે અનંતકાળે નહિ સમજાયેલું તત્ત્વ તે આ વર્તમાન કાળમાં પણ સમજી શકાય તેવો યોગ છે; તૈયારી પોતાની જોઈએ. ઘણાં પડખાં ( ન્યાયની અપેક્ષા) થી એકની એક વાત કહેવાય છે, પણ લોકોને મનન નથી; શું થાય? સ્પષ્ટ લોજીકથી ( ન્યાયથી) સમજે નહિ, તેને પરાણે કોણ સમજાવી શકે? લોકો પોતાની બુદ્ધિથી બીજું ધારી લે તેમાં જ્ઞાનીને શું? પરમ (અનંત) આનંદના ભાન સહિત આત્માર્થી જ્ઞાનસ્વભાવનો જ કર્તા છે. બસ, જાણવું તે જ તેનું કર્મ છે. ધર્મી પોતાના સ્વભાવના ભાનમાં અન્ય કોઈ કર્માદિનો કર્તા નથી. મન, વાણી, દેહ, પુણ્યાદિ અન્ય કોઈ જડકર્મની પ્રકૃતિના કાર્યનો જીવ કર્તા નથી, હું બીજાને સુખી કરું, દુઃખી કરું, મારું, જીવાડું, વગેરે માને ભલે પણ પરના કોઈ કાર્યનો જીવ કર્તા નથી. જ્યાં લગી આ ન્યાયનો આદર નહિ થાય, ત્યાં લગી એક પગથિયું પણ તત્ત્વ સમીપ નથી. બહારનું કાર્ય, દેહાદિની ક્રિયા જે થવાની છે તેને કોઈ રોકી શકે નહિ. જે પોતાનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #292 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૬ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કાર્ય નથી તેનાથી ધર્મ કેમ થાય ? સ્વરૂપમાં જ્ઞાનની સ્થિરતા એ જ ધર્મ છે, ધર્મની ક્રિયા છે. પુણ્યાદિ ક્રિયા તે ૫૨ છે, તેનાથી ચેતનને ગુણ નથી. જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનની સ્થિરતા તે જ શાતાનું કર્મ (કાર્ય) છે. ૫૨નું કાર્ય, પુણ્ય-પાપ શુભ-અશુભ ભાવ તથા દેહાદિનું કાર્ય મારું માનવું તે ભ્રમ છે, અજ્ઞાન છે. કોઈ કહે કે તમે તો નિશ્ચયની વાત કરો છો, પણ નિશ્ચય એટલે સાચું અને વ્યવહા૨ એટલે ખોટું. વ્યવહાર એટલે ભેદ, ઉપચાર, ઉપલક સ્થૂળ દૃષ્ટિ છે. તે ખોટાને પોતાનું માનવું અને તેમાં ઠીક માનવું એટલે એમ થયું કે જ્ઞાતાપણું તે ઠીક નહિ. જ્ઞાની જાણે છે કે હું સદાય અતીન્દ્રિય, અરૂપી, અસંગ, જ્ઞાનમાત્ર છું, કોઈ જીવ ૫૨નું કાર્ય કરી શકે નહિ; મારું કાર્ય તથા મા૨ા ગુણ-દોષ બીજા કોઈ કરે નહિ, હું બીજાનું કરું નહિ; એવું ભાન નથી અને પોતે ૫૨માં સુખ માને, રાગની ક્રિયાને કર્તવ્ય માને તેને ધર્મી કેમ કહીએ ? જેમ ખાનદાન પુત્ર નિજ ઘર છોડી વેશ્યાને ઘેર ન જાય, તેમ જ્ઞાતા પુણ્ય-પાપનો કર્તા ન થાય, અજ્ઞાની કર્તા થાય તો અતિ તુચ્છ એવી પરાધીનતાને પામે. તેમ જે સિદ્ધ ભગવાનનો સુજાત પુત્ર થઈને સુકાર્ય-નિર્દોષ જ્ઞાતાપણું કરે–જ્ઞાન કરે, જે જે સંયોગ આવે તેને જાણે, પણ તેમાં કર્તૃત્વ-મમત્વ ન માને, તેમ જ ન ઇચ્છે તે જ ૫૨મપદ પામે. પોતાનું સિદ્ધપદ તે અરાગીપણું છે, તે ભાને જ્ઞાનઘરમાં ટકીને જ્ઞાનની સ્થિરતા વડે પોતાનું સિદ્ધપદ સાધે, અને તે જ એક પોતાનું કર્તવ્ય માને તેને સમ્યગ્દષ્ટિ કહીએ; તે જ ધર્મી છે. લોકો કહે છે કે ફલાણું તો બહું સારું, આમ કર્યું તે ઠીક, આણે આટલું પુણ્ય કર્યું તે સારું, પણ પરમાર્થે આત્મા સિવાય કોઈ સારું નથી, આ બધા અભિપ્રાયો જ્ઞાનીના કહેવાય છે. તે વિના ક્ષણે-ક્ષણે ચેતનનો ઘાત થાય છે, જ્ઞાતાપણું ભૂલીને બંધમાં અવાય છે, તેનું ફળ અનંતકાળમાં પાછો મનુષ્ય નહિ થાય, મૂઢ થઈ જશે, માટે પ્રથમ સમજો. સાચું છે તે જવાનું નથી જ્ઞાન થતાં જ સંસારના સંયોગ છૂટી જાય એવો નિયમ નથી. આત્માને ઓળખીને બધા વિરોધને ટાળીને જેમ છે તેમ નિર્દોષ તત્ત્વનો નિર્ણય કર્યા પછી સ્વરૂપમાં સ્થિરતા થવાને વા૨ લાગે છે, અલ્પ શુભ-અશુભ બંધ પણ થઈ જાય. સમ્યજ્ઞાન થયું કે તરત જ બધા રાગ-દ્વેષ ટળી જાય કે સંસાર છૂટી જાય તેમ નથી. પણ સાચી દૃષ્ટિના ભાનમાં જે રાગાદિક થઈ જાય છે, તેનો કર્તા (ધણી ) જ્ઞાની થતો નથી તેથી નિર્જરા થઈ જાય છે. જ્ઞાની થયા પછી પુણ્ય-રાગાદિનો પ્રસંગ થઈ જાય છે પણ તે જડ પદાર્થમાં પોતાની કારવાઈ માનતો નથી. આ દેહની ક્રિયા જ્યાં-જ્યાં જ્યારે-જ્યારે થવાની છે ત્યાં ત્યાં ત્યારે ત્યારે થશે; પણ અભિમાન કરે અને માને કે મેં સેવા કરી, દાન કર્યું, આને સુખી કર્યા વગેરે ૫૨વસ્તુમાં ઠીક અઠીકપણાની બુદ્ધિ, ઇચ્છા અને તેની અલ્પ પણ રુચિ છે તે મિથ્યાર્દષ્ટિ છે. ન્યાય સમજો તો આ ગૂઢ તત્ત્વ સ્પષ્ટ સમજાય તેમ છે. લોકો માને કે અમે આમ ગોખી રાખીએ, અનાસક્તપણે ૫૨નું કાર્ય કરીએ અને પુણ્યાદિ શુભ ધર્મકાર્ય કરીએ, એ થાય Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #293 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૬૭ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮] તો ઠીક, પણ ભાઈ ! થઈ જાય તે જુદી વાત છે, અને તેને પોતાનું માનવું તે જુદી વાત છે. મોહકર્મમાં જોડાવાથી થતું શુભકાર્ય પોતાનું માનવું, તે મિથ્યા અભિપ્રાય છે. જાણવું તેમાં કરવું ન હોય, અજ્ઞાની જીવને તે મોહકર્મનો આશ્રયભાવ ગોઠે છે ત્યાં તેનો નિષેધ કયાંથી આવે? મારે સિદ્ધપદ વિના કાંઈ ન જોઈએ, એવી હા તો લાવો! સિદ્ધ ભગવાનનું દ્રવ્ય કેવું હોય તે સમજો. બાહ્યનાં કાર્યો જે-જે પ્રકારે થવાનાં છે તે-તે પ્રકારે થાય છે, છતાં તેને તમે માનો કે તે આમ જ થાય તો તો ઠીક, એ માન્યતા સાવ ઊંધી છે. માટે જે ન્યાય જે વિધિએ કહેવાય છે તે વિધિએ સમજો. કુવાડે કાપડ ધોયાં કુશળ કયાંથી થાશે રામ.” આત્મા પુણ્ય-પાપ, દેહાદિ સાધનવાળો નથી, પરનિમિત્તથી આત્માનો ધર્મ નથી, છતાં તેનાથી ધર્મ માનવો, ઠીક માનવું તેણે આત્માને ઠીક માન્યો ન ગણાય, માટે વારંવાર કહેવાય છે કે નિવૃત્તિ લઈને આ સમજવાનો પુરુષાર્થ કરો, તેની જ રુચિ વધારો. [ તા. ૩-૧૧-૩૯ ગાથા ૭૮ મી ચાલુ.] “ચેતન જો નિજ ભાનમાં કર્તા આપ સ્વભાવ” એટલે કે રાગ-દ્વેષાદિ રહિત જીવ પોતાના જ્ઞાનગુણનો જ કર્તા છે. પોતાના જ્ઞાનગુણમાં જીવ ન વર્તે તો કયાંક મારાપણું સ્વીકારીને પરસત્તાનો પ્રભાવ માનીને પરનો કર્તા થાય; કારણ કે “કર્તાનું ઇષ્ટ તે કર્મ.” પોતાનું સ્વાધીન સુખ ન ગોઠે તો પરવસ્તુમાં પ્રેમ કરીને અટકે. સાધકસ્વભાવમાં પૂર્ણ શુદ્ધ સ્વરૂપના લક્ષે જ્ઞાનનો કર્તા થઈ જ્ઞાનમાં ટકે તો જ્ઞાનનું માહાભ્ય જીવ વધારે છે; ને હું કોણ તેના ભાન વિના જીવ પરભાવ, જડપણાનું માહાભ્ય વધારે છે અને હું તેનો કર્તા છું એમ ભૂલથી માને છે, પણ જીવ પરનું કાંઈ કરી શકે નહિ; માટે એમ નક્કી થયું કે જ્ઞાની જ્ઞાનનું બહુમાન કરતો મોક્ષમાં જાય, એટલે કે પોતાની મોક્ષાવસ્થા જે શક્તિરૂપે છે તેની પૂર્ણ શુદ્ધતા પોતાના સ્વભાવમાં ટકીને પ્રગટ કરે. જે પોતાને ભૂલીને જડનું માહાત્મ કરે તે જડ જેવો તુચ્છ નિગોદિયો થાય, કારણ કે જીવનું જે કર્તવ્ય નથી તેને પોતાનું માને છે. જીવનું કર્તુત્વ શું છે, તે કહે છે :- કે પરમાર્થે તો જીવ રાગાદિનો કર્તા નથી. આત્માના પ્રદેશનું જે કંપન થાય છે, પરાશ્રયરૂપ રાગાદિ થાય છે તે કરવાનો જીવનો સ્વભાવ (ધર્મ) નથી, પણ અશુદ્ધ દશાની યોગ્યતા છે. પરમાર્થે જીવ અક્રિય છે પણ વર્તમાન પર્યાયમાં તેની ક્રિયા બે પ્રકારે છે– (૧) પ્રદેશોનું ચંચળપણું-કંપનપણું તે યોગગુણની અશુદ્ધ ક્રિયા છે અને (૨) ક્ષેત્રમંતર ગતિ, અથવા ગતિપૂર્વક સ્થિતિ તે ક્રિયાવતી શક્તિની ક્રિયા=પર્યાય છે. સંસાર અવસ્થામાં જીવને ભૂમિકાનુસાર સક્રિયપણું છે તથા મુક્ત દશામાં શુદ્ધાત્માનું અક્રિયપણું કહ્યું છે. જે દેહથી મુક્ત થયા છે તે સમસ્ત અશુદ્ધ ક્રિયાથી રહિત છે, આઠ કર્મકલંકથી રહિત છે, તેમાં કંઈ પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #294 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮] [ભગવાનશ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા કંપનપણું નથી. વર્તમાન દેહધારીઓનું હલવું-ચલવું થાય છે, તથા પ્રદેશોનું કંપવું થાય છે છતાં તેનો આત્મા પરમાર્થે તો નિત્ય ધ્રુવ અકંપ છે. તેનું દૃષ્ટાંત – જેમ ઘંટી ઉપર બેઠેલી માખી તો સ્થિર છે છતાં એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ફરતી હોય તેમ દેખાય છે પણ ઘંટીની ક્રિયા તેનાથી થતી નથી. તેમ આત્મા પરને કરતો નથી, ચલાવતો નથી, પણ પોતાની દશામાં ક્રિયા કરે છે. જિનપ્રવચનમાં વેદાન્તાદિક જેવો અક્રિય આત્મા કહ્યો નથી. વેદાન્તાદિક તો અશુદ્ધ અવસ્થામાં નિમિત્તની અસર લેવાની જીવની યોગ્યતા પણ માનતા નથી. જૈનદર્શનમાં અવિરુદ્ધ ન્યાયથી કહે છે કે જીવનો સ્વભાવ પરમાં અક્રિય છે, પણ અજ્ઞાનદશામાં રાગ-દ્વેષમાં જોડાવાની અપેક્ષાએ (રાગરૂપ નૈમિત્તિક યોગ્યતાથી) સક્રિય છે. બધા જીવો પરમાં અક્રિય છે. મુક્તદશામાં પણ જીવને પરનું અક્રિયપણું છે, પણ તે પોતાના અનંત જ્ઞાનબળના, બેહદ સુખગુણના સહજ આનંદનો કર્તા છે અને પોતાના જ જ્ઞાન-આનંદનો ભોક્તા છે. એકેક સૂક્ષ્મ કાળમાં (એક જ સમયમાં) પોતાના જ્ઞાનાદિ અનંતગુણોનું પલટવાપણું છે તે સક્રિયપણું છે. જો ત્યાં જીવ ફૂટસ્થ રહે, તÁ અક્રિય થઈ જાય, તો બીજી ક્ષણનો આનંદ જીવ કેમ લઈ શકે? પોતાના આધારે પોતાના અનંતા સર્વગુણોમાં એક જ સમયમાં ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું છે, તેથી દરેક દ્રવ્યમાં સ્વાધીનતા છે. સંસારાવસ્થિત જીવ પણ ક્રોધદશા પલટાવી શાંતદશા ધારણ કરીને ક્ષમારૂપે પરિણમી શકે છે. ત્રણે કાળે બધા જીવો પરની ક્રિયાથી રહિત છે, પણ અજ્ઞાની જીવો પોતાને ભૂલીને પરમાં કર્તુત્વ-મમત્વ આદિ અભિમાનરૂપ માન્યતા કરે છે. જો કરવા ધારે તો જીવ એક જ સમયમાં અવગુણ ટાળીને સદ્ગણરૂપ જ્ઞાનનું કાર્ય કરી શકે છે, નિત્ય જ્ઞાનાનંદના લક્ષે રાગ-દ્વેષ, ક્રોધાદિ દોષ ટાળીને અરાગી ગુણ ઉત્પન્ન કરી શકે છે. સિદ્ધ ભગવાનમાં રાગ, ઇચ્છા કે ઉપાધિ નહિ હોવાથી ત્યાં રાગને ટાળવાપણું નથી, તેથી ત્યાં પોતાના કેવળજ્ઞાનના અનુભવથી થતો આનંદ, પોતાના બેહદ અક્ષય અનંત જ્ઞાન-આનંદગુણમાં ટકીને બદલે છે, એ જ વસ્તુસ્વભાવનું સક્રિયપણું છે. જીવ કેવળ નિર્મળ જ્ઞાનપ્રવાહરૂપ સ્વભાવનો કર્તા છે, એટલે કે પૂર્ણદશા પ્રગટ થતાં સર્વ રાગાદિ ઉપાધિ રહિત શુદ્ધતામાં પોતાના પૂર્ણ શુદ્ધ જ્ઞાનગુણની અવસ્થાનો કર્તા છે. એ રીતે મુક્તદશામાં પોતાના સ્વભાવનું કર્તાપણું છે. પરમાણુનું કે રાગાદિ કોઈ કાર્યનું નિશ્ચયથી (સાચી દૃષ્ટિથી) જીવને કર્તાપણું નથી. નૈમિત્તિકપણું પણ નથી. કર્તા તેને કહીએ કે જે સ્વતંત્રપણે પોતાનામાં રહીને કાર્ય કરે. “કર્તા પરિણામી દરવ, કર્મરૂપ પરિણામ; ક્રિયા પર્યાયકી ફેરની, વસ્તુ એક ત્રય નામ.” એક જ દ્રવ્યમાં સ્વાધીનપણે પોતાનું જ કર્તા, ક્રિયા અને કર્મપણું એક જ સમયમાં હોય છે. અવગુણીનો અવગુણભાવ, ગુણીનો ગુણભાવ, તે તેની દરેક સમયવર્તી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #295 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૬૯ ક્રિયા થઈ, તેમાં ૫૨ જાતિનો આધાર ન સંભવે. સિદ્ધ ભગવાન શુદ્ધ ૫૨માત્મા છે; ત્યાં સ્વભાવનું સક્રિયપણું અને ૫૨ભાવનું અક્રિયપણું છે. શુદ્ધતામાં ૫૨યોગનો, ૫૨ભાવનો તથા વિભાવનો કર્તા જીવ નથી, માટે જીવને ૫૨નો અકર્તા કહેવા યોગ્ય છે. સંસારાવસ્થામાં ઉપચારથી-વ્યવહા૨થી ૫૨ભાવનો એટલે પુણ્ય-પાપનો કર્તા જીવને કહ્યો છે, તે તો શ્રદ્ધા અને ચારિત્રગુણની ઊંચાઈરૂપ દોષના કારણે કહ્યો છે. સિદ્ધના જીવદ્રવ્યમાં પ્રગટ શુદ્ધ દશા છે, ત્યાં કર્મકલંકની ઉપાધિ નથી, ત્યાં વિકલ્પની વૃત્તિ નથી. સંસારી દશામાં અલ્પ પુરુષાર્થે પણ રાગની વૃત્તિ છેદે અને તે રાગને ફરી આવવા ન દે, તો પૂર્ણ પુરુષાર્થ પ્રગટાવે. તે અલ્પ પણ રાગ કેમ થવા દે? ન થવા દે. માટે મોક્ષમાંથી ફરી સંસા૨માં કોઈ જીવ ન આવે. દરેક આત્માનું ૫૨માં અક્રિયપણું છે. સ્વભાવના ભાનમાં વિભાવનું કર્તાપણું કહેવું તે યોગ્ય નથી. જીવ અજ્ઞાનદશા-ભૂલદશા ટાળીને જ્ઞાની થઈ શકે છે એટલે “ ચેતન જો નિજ ભાનમાં કર્તા આપ સ્વભાવ,” જેવું શુદ્ધ સ્વરૂપ છે તેનો જ માત્ર અનુભવ કરવો તે કર્તાપણું છે. શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮ ] શિવસ્વરૂપ એટલે કે પૂર્ણ શુદ્ધતા-મોક્ષદશા. તે પ્રગટ કર્યા પછી જ્ઞાનસ્વભાવનું પૂર્ણ આનંદમય બેદ સુખ અને અનંતવીર્યરૂપ સ્વભાવનું જીવને કર્તાપણું ન હોય તો તેનું સ્વાધીન સ્વરૂપ ન ૨હે. કોઈ જીવને તદ્ન ફૂટસ્થ-અપરિણામી કહે છે તે વાત જૂઠી છે. જીવ અજ્ઞાનાવસ્થામાં રાગાદિ કરવારૂપ ભૂલ કરતો હતો, તે દોષ ટાળીને ગુણ કરી શકે છે અને પોતાના જ્ઞાનસ્વભાવના ભાનમાં જ્ઞાતાપણે વર્તી શકે છે. જ્યાંસુધી દેહધારીપણું અને સાધકદશા છે ત્યાંસુધી અમુક અશુદ્ધ અંશ હોય છતાં જીવ શાનમાં ટકી શકે છે. મુક્તદશામાં પણ પોતાની ચૈતન્યસત્તામાં પોતાના બેદ આનંદ આદી ગુણનું ટકીને બદલવું દરેક સમયે છે, તે સક્રિયપણું છે. લોકોને પોતાની જાત શું તેની ખબર નથી, કારણ કે પોતાના સાચા હિતનો પ્રેમ નથી. જાતના ભાન વિના ભાત કેમ પડે? જેમ બીબામાં અમુક કોત૨ણી ન હોય તો તેની છાપ ન પડે, તેમ આત્મામાં જે ચૈતન્યશક્તિ-અનંતજ્ઞાન, અનંત સુખ, અનંતવીર્ય, અનંતદર્શન આદિ ગુણ છે તે કેવા છે, તેનું શું લક્ષણ છે, તે જાણ્યા વિના પોતે પોતાના ગુણ પ્રત્યે પ્રેમ અને પુરુષાર્થ કયાંથી ક૨શે ? ઓળખ વિના પ્રેમ શો ? કંઈ નહિ. આત્મામાં યોગ નામે ગુણ (શક્તિ ) છે, તે અકંપ છે, પણ જ્યાં લગી ૫૨દ્રવ્યનું અવલંબન ચાલુ રાખે છે ત્યાં લગી તેનું કંપન થાય છે. જ્યારે પૂર્ણ શુદ્ધ થાય છે, ત્યારે આત્માના અસંખ્ય અરૂપી શુદ્ધ પ્રદેશનો સ્વભાવ અકંપ છે તે મુક્તદશામાં અકંપ રહે છે. પ્રથમ અજ્ઞાનદશામાં ૫૨૫દાર્થ સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધના કા૨ણે યોગ્યતા હતી, તેથી દેહધારીપણે કંપવું થતું હતું; પણ જો સદાય ભૂલ કરવી જ પડે અને કંપન કરવાનો જીવદ્રવ્યનો સ્વભાવ જ હોય તો તે કદી છૂટી શકે નહિ; પણ સંસારાવસ્થામાં એવી યોગ્યતા હતી તે મુક્તાવસ્થામાં છૂટી જાય છે અને ત્યાં ૫૨ના સંબંધરૂપ ઔપાધિક ભાવ નથી, તેથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #296 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ત્યાં કંપવું નથી. આ ગાળામાં બે વાત સિદ્ધ કરી છે કે આત્મા પરનો કર્તા નથી પણ સ્વભાવનો કર્તા છે, એટલે પોતાના ગુણમાં પોતાનું સક્રિયપણું છે, પરિણમન પણ છે. બીજી વાત એ કહી કે જો જીવમાં રાગ-દ્વેષ અને ભૂલ કરવાની યોગ્યતા જ ન હોય, અવગુણપણે પરિણમવાની યોગ્યતા જ ન હોય તો તેને કોઈ પુદ્ગલપરમાણુ નિમિત્ત ન થઈ શકે. પણ જીવમાં ચારિત્ર નામનો ગુણ છે, તેમાં વૈભાવિકપણાથી પરનિમિત્તનો આશ્રય કરવાથી શુભ કે અશુભરૂપ થવાની યોગ્યતા છે (સ્વભાવ નથી). જેમ શ્વેત સ્ફટિકમાં યોગ્યતા છે તેથી ઉપર લાલ પુષ્પ મૂકો તો તે લાલરૂપે દેખાય, તેમ જીવ જ્યાંલગી મોહકર્મના ઉદયમાં જોડાય છે, ત્યાંલગી પોતાની અવસ્થામાં રાગરૂપ અસ્થિરતા થાય છે અને જ્યારે તે ઉપાધિમાં નથી જોડાતો ત્યારે પોતાનું નૈમિત્તિકપણું મટી જતાં અને પોતાનામાં જ્ઞાતાપણે ટકી રહેતાં કર્મોપાધિ ટળી જાય છે. લોકોને પોતાની જાતનું મનન નથી, તેમ જ પોતાનું સ્વતંત્ર આત્મદ્રવ્ય કેવું છે, પોતાની યોગ્યતા અને સ્વભાવ શું છે, તેનો અંતરમાં વિચાર અને નિર્ણય કરતા નથી. વળી કોઈ માને છે કે આત્મા પોતાનું કાંઈ ન કરે કેમ કે તે તો અક્રિય છે, એટલે આપણે કાંઈ કરવાનું રહેતું નથી, તો એ વાત સાચી નથી. પરનું કાંઈ પણ કાર્ય જીવ કરી શકતો નથી. પોતાની રાગ-દ્વેષ-કષાયરૂપ અવસ્થા છે તે ટાળી કલુષિત અને અસ્થિર અવસ્થા ન થવા દેવી તેનો વિચાર કયારેય કર્યો? રાગ-દ્વેષમાં ન જોડાવાનો પુરુષાર્થ જીવ કરી શકે છે, પુરુષાર્થમાં સાવધાન રહેવું તે જ કર્તવ્ય છે. દેહાદિની ક્રિયા, શુભ વિકલ્પ તે કાંઈ વ્યવહારરૂપ પુરુષાર્થ નથી. રાગરહિત પોતાના જ્ઞાનમાં ટકી રહેવાની જાગૃતિ રાખવી તે સાધકસ્વભાવ છે, તેમાં ઘણું કાર્ય કરવાનું આવ્યું, તે જ ધર્મ છે. પોતાના સ્વરૂપની સાવધાની રાખવામાં બેહદ પુરુષાર્થની જરૂર છે. અને તે પોતાનાથી થઈ શકે છે. પોતાનામાં અનંત સામર્થ્ય છે, પોતે પ્રગટ કરવા માગે તો કોઈ ના પાડે તેમ નથી, માટે તે અતીન્દ્રિય જ્ઞાનબળને સમજો. બધા આત્મા જ્ઞાનનું બળ કરી શકે છે. તે સદાય સ્વાધીનપણે કરી શકાય છે, તે તો કરવું નથી; અને જે જોગની ક્રિયા, ઉદયકર્મની અવસ્થા કે જે પોતાને હાથ નથી, પણ પરાધીન છે, તે કરવાનો ભાવ કરવો એ તો ખરેખર નવાઈની વાત છે. આ સાચી સમજણ જૈનનો એકડો જ છે. આત્માનો સત્ય પુરુષાર્થ છે તે વ્યવહાર છે, તે કેમ છે તે સમજ્યા વિના લોકો વાતો કરે છે કે (વેદાન્ત અને સાંખ્યાદિની જેમ) તમે પુરુષાર્થ ઉડાડો છો, એકાન્ત નિશ્ચયની વાત કરો છો; પણ તેમ નથી. કહે છે કે કાંઈ ક્રિયાકાંડ કે દેહની ક્રિયા કરવાનું તમે નથી કહેતા તેથી પુરુષાર્થ ઉડાડી દો છો; અમે કંઈ પુણ્યાદિ કરીએ તો ધર્મ થાય, આત્મા આત્મા એમ વાતો કર્યો ધર્મ થાય? જુઓ! શાસ્ત્રમાં લખ્યું છે કે “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષ: ” માટે દેહની ક્રિયા અને શાસ્ત્રોનું જાણપણું એ બેઉ મળીને મોક્ષમાર્ગ થાય છે. આમ બન્નેને જડમાં ખતવ્યું હવે તેનો ન્યાય સમજો. દેહની ક્રિયા તો જડ છે. મનના વિકલ્પ તે શુભાશુભ રાગ છે; તે રાગદ્વારા શાસ્ત્રના જાણપણાની વિચારણા તેને જ્ઞાન માને છે, અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #297 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૦૧ દેઠની ક્રિયાને વ્યવહારચારિત્ર માને છે. સાચી દૃષ્ટિથી વિચારો કે ચેતન એટલે જ્ઞાન, તેનો વ્યવહા૨ તે કાંઈ જડમાં હોઈ શકે? અરાગી તત્ત્વનો પુરુષાર્થ રાગવડે હોઈ શકે? આ વાત પોતાથી સમજાય તેમ છે. શાસ્ત્રમાં નિમિત્તની ભાષા આવે, જેમ કે ઘીનો ઘડો; પણ તે વ્યવહા૨-કથન છે. તેમ દેહની ક્રિયા જીવની કહેવી તે નિમિત્તની ભાષા છે. દેહાદિથી કે પુણ્યાદિથી જ્ઞાતાને ગુણ નથી. વ્યવહાર એટલે ઉપચાર અથવા નિમિત્ત, અને નિશ્ચય એટલે સાચું અથવા ઉપાદાન. હું શાનમાં જ્ઞાતાપણે ટકી રહું એ સાવધાની તે જ પુરુષાર્થ અને વ્યવહાર છે. હું જ્ઞાયક છું તે નિશ્ચય અને જ્ઞાનબળની સાવધાની તે જ પુરુષાર્થ અને વ્યવહા૨ છે. આત્મા ત્રિકાળ નિર્મળ, જ્ઞાનમાત્ર છે તે નિશ્ચય છે, તે ૫૨નો કર્તા નથી, રાગાદિ ઉપાધિરહિત છે; તે ભૂલીને ૫૨વસ્તુમાં પુરુષાર્થ કરું એમ માનવારૂપ ભૂલ કરી શકે છે; કારણ કે અજ્ઞાનભાવે ભૂલ ક૨વાની જીવમાં યોગ્યતા છે, પણ ભૂલ કરવી જ પડે એવો સ્વભાવ નથી. આ ગાથામાં અનેક ન્યાય આવી જાય છે. જો જીવને અશુદ્ધતા ન હોય તો સંસાર કોનો? માટે અજ્ઞાનાવસ્થામાં માન્યતારૂપે ભૂલનો કર્તા જીવ છે, તે નિમિત્તથી કર્મ૨જનો કર્તા કહેવાય છે. પણ સ્વભાવથી રાગાદિનો અકા૨ક-અકર્તા છે. સ્વરૂપમાં એકત્વ સાધે તો રાગાદિક શુભ-અશુભ અસ્થિરતા ટાળી શુદ્ધમાં સ્થિર (ચારિત્રગુણમાં એકાગ્ર ) થવાથી કર્મ-ઉપાધિથી મુક્ત થાય. મુક્ત અવસ્થા થઈ એટલે ત્રિકાળ શાશ્વત સ્વાધીનપણું; નિરૂપાધિકપણું થયું; ત્યાંથી ફરી સંસારમાં આવવાપણું નથી. શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮ ] ગૃહસ્થવેશમાં પણ સંસારનો પ્રેમ ટાળીને જ્ઞાનમાં જ્ઞાયકપણે એટલે પોતાના સ્વભાવના અનુભવપણે રહી શકાય છે. જ્ઞાનમાત્રનું કરવું, જ્ઞાનમાં જ ટકવું-પરિણમવું, અનુભવવું, ‘અનુ’ એટલે જ્ઞાનને અનુસરીને, ‘ભવવું' એટલે વર્તવું-તે રૂપ થવું, એ બધા શબ્દો એકાર્થી છે. લોકોને આ તત્ત્વનું કંઈ મનન નથી; ૫૦-૬૦ વ૨સ ચાલ્યા જાય છતાં નિવૃત્તિ ન લે, પ્રશ્ન પૂછવા જેટલી તૈયારી નહિ, ત્યાં શું થાય ? જાતે ઊછળીને આ સાચા ન્યાયની હા લાવવી પડશે. પોતાની તૈયારી વિના બીજાનો ઉપકાર શું ? આત્મામાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, આદિ અનંત શક્તિ છે. તે બધા ગુણનું સ્વતંત્રપણે સ્વસત્તામાં-આત્મદ્રવ્યમાં અભેદપણે ટકીને બદલવું તે સ્વભાવપરિણમન છે. ટકીને બદલવું હોવાને લીધે દરેક સમયે આંત૨ા વિના અનંતસુખનો ભોગવટો સિદ્ધ જીવને છે, પણ એક જ સમયમાં બધો ભોગવટો હોય અને તેનું પલટવાપણું ન હોય તો બીજે સમયે સુખનો અનુભવ કોણ કરે? માટે દરેક સમયે પોતાના જ્ઞાનાદિ ગુણનું ટકીને પલટવું, પરિણમવું છે. આ વાત અજાણી લાગે, ઝીણી પડે પણ પોતાના ઘરની છે, સાચા હિતની વાત છે, તે સમજ્યું છૂટકો છે. ચેતનસ્વરૂપપણું, આત્માને સ્વાભાવિક હોવાથી પોતાની અવસ્થામાં ક્ષણેક્ષણે તેનું પરિણમવું થાય છે, કોઈનો આધાર નથી. તે સ્વભાવપરિણામી દ્રવ્યનું જ્ઞાનગુણમાં શાતાપણે વર્તવું છે, તેથી ૫૨માર્થનયે એટલે કે સાચી દૃષ્ટિથી સક્રિય એવું વિશેષણ મુક્તદશામાં પણ શુદ્ધ આત્માને ઘટી શકે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #298 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૨] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નિજસ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવદશાનું કર્તાપણું-થવાપણું શુદ્ધ આત્માને છે. મુક્તદશામાં કેવળ શુદ્ધ સ્વધર્મ જીવને હોવાથી એકત્વપણે જ્ઞાનમાત્રપણે ટકીને તે પલટે છે. તેથી નિજગુણમાં-સ્વસત્તામાં સક્રિય કહેતાં દોષ નથી. જે-જે વિચારથી (જે ન્યાયદષ્ટિવડે) સક્રિયતા-અક્રિયતાનું જીવદ્રવ્યમાં નિરૂપણ કર્યું છે, તે તે ન્યાયના વિચારવડે પરમાર્થને ગ્રહીને સમજવું. પરિણમન (પર્યાય ) અપેક્ષાએ સક્રિયતા અને દ્રવ્ય સત્પણે અક્રિયતા હોવામાં કોઈ દોષ નથી. [ તા. ૪-૧૧-૩૯. ગાથા ૭૮ મી ચાલે છે. ] જીવનું પરમાર્થે શું કર્તાપણું છે તે કહેવું છે. લોકોને બહારથી જે કરવું અશકય છે તે ઠીક લાગે પણ પોતાના સ્વભાવનું કરવું ઠીક ન લાગે એમ વિપરીતતા છે. જે સ્વાધીન થઈને સદાય કર્યા કરે તે કર્તા. કરનાર જે કાર્ય કરે તે એકલો સ્વતંત્ર રહીને કરે, કોઈની સત્તામાં રહીને ન કરે. આત્મા દેહમાં રહેલું એક સ્વતંત્ર તત્ત્વ છે. તેની સાથે જે આઠ કર્મની ઝીણી ધૂળ છે તે પણ સ્વતંત્ર અને અનંત પુદ્ગલપરમાણુઓ છે; તે આત્માથી અત્યંત ભિન્ન છે. આત્મામાં નિજગુણ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ પોતામાં પરિણમ્યા કરે છે, એટલે કે તે અવસ્થારૂપ થાય છે. જે ચેતનાદિ ગુણો નિત્ય છે, સ્વ-સ્વભાવ છે, તેનું કાર્ય શું છે તે સમજવાની જરૂર છે. જે થાય છે તે પોતાનું કાર્ય છે કે નહિ, તે કેમ થાય છે, તે ન જાણે ત્યાં લગી રખડવાની ભૂલ, દોષ, દુઃખ ટળે નહિ અને અજ્ઞાન વડે રાગાદિનો કર્તા થવાથી કર્મનો સંબંધ થાય. હું જ્ઞાનનો નિર્દોષ જ્ઞાતાપણે કર્તા છું, એમ માની તેમાં ટકી રહે તો તેમાં રાગપણું ન હોવાથી કર્મ ટળી જાય છે. જ્યાં લગી જીવે પોતાનું સુખ જાણ્યું નથી, ત્યાં લગી પાંચ ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખબુદ્ધિ તેને રહ્યા કરે છે અને રાગ-દ્વેષ, વિષય-સુખ મારાં છે એમ માને છે; પણ ભાન થયું કે હું તો જ્ઞાન જ છું, આ રાગ-દ્વેષ કરનારો હું નહિ, મારો ધર્મ નહિ, એમ નિત્ય જ્ઞાતાના અનુભવવડે ઔપાધિક ભાવનો આદર ટાળીને પોતાના શુદ્ધ જ્ઞાનરૂપે થયો, તે પોતાના સ્વભાવનો કર્તા થયો. પોતાના સ્વભાવનો કર્તા થયો એટલે જ પરનો કર્તા છું એવો ભ્રમ મટી પરનો અકર્તા થયો. આ બધું સમજવું અઘરું પડે છે, કેમ કે લોકોને તત્ત્વનું મનન નથી અને જે પરવસ્તુથી કલ્પનાવડે મનાયું છે તે ભૂલ કેમ ટાળવી તેનો વિચાર કરતા નથી. સંસારની ગૂંચો ઉકેલવા માટે ઘણુંએ મંથન કરે છે, પણ અનંતકાળનું ભવભ્રમણ ટાળવાનો ઉપાય જે પોતાનું પરમ હિત તેનો વિચાર કે નિર્ણય કરવાની રુચિ નથી. અનાદિથી પરાધીનતામાં ઠીક મનાયું છે, એટલે છૂટકારાની વાતનો પરિચય કરવાનું પોસાણ નથી. બહારની સગવડતામાં રુચિ છે ત્યાં લગી અસંયોગી નિરૂપાધિક તત્ત્વની રુચિ કેમ થાય? ચેતન જો પોતાના જ્ઞાનમાં નથી ટકતો તો પોતાની ભૂલનો કર્તા છે, પણ કાંઈ જડ આદિનો કર્તા નથી. અજ્ઞાનીઓ ભૂલરૂપ માન્યતાથી અજ્ઞાનદશારૂપ કાર્ય કરે છે અને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #299 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૮] [૨૭૩ પરના કર્તુત્વનું અહંપણું માને છે; ગુલાંટ મારીને પુરુષાર્થ વડે ઉપાધિથી એટલે કે રાગથી જુદો પડે તો તે ભૂલ ટળેલી જ છે; એટલે કે “ચેતન જો નિજભાનમાં કર્તા આપ સ્વભાવ” જીવ જેવો પોતે છે તેવો પોતાને માને તો પોતાનામાં જ્ઞાતાપણે ટકવું-ઠરવું થવું જોઈએ, અને પોતામાં ટકયો તો પોતાના સુધર્મનો કર્તા થયો, પરનો કર્તા ન થયો; ભૂલવાળી માન્યતા પલટીને જ્ઞાનમય અવસ્થા જીવે કરી અને જ્ઞાનપણે થયો. આત્માનો સ્વભાવ સહજ આનંદ છે, તેનું પરમાર્થે કર્તાપણું છે. પ્રથમ અજ્ઞાનદશામાં રાગ મારું કર્મ અને પુણ્ય-પાપ, દેહાદિનો હું કર્તા છું, એ માન્યતારૂપ ભૂલ હતી તેને પલટાવીને એટલે દોષને પલટાવીને ગુણનો કર્તા થાય છે, સ્વભાવભાવનો કર્તા થાય છે. આત્માનું યથાર્થ ભાન એટલે કે સમ્યગ્દર્શન થયા પછી અલ્પકાળે સર્વ કર્મકલંકના આવરણથી રહિત મુક્તદશામાં થાય છે. ત્યાં પણ પોતાની ચૈતન્યતામાં ટકીને બદલવું છે. પોતાના અનંત સુખ-આનંદનો ભોગવટો છે. પોતાના ગુણમાં સક્રિયપણું ન હોય તો ત્રણે કાળની અવસ્થાનો ભોગવટો ન થઈ શકે. દરેક ક્ષણનો આનંદ જુદો છે. એક જ સમયમાં ઉત્પાદવ્યય, ધ્રુવ (નિત્ય) પણું દરેક દ્રવ્યમાં છે. જો દરેક સમયની હાલતમાં સ્વતંત્ર સત્પણું ( હોવાપણું ) ન માનીએ તો વસ્તુના અભાવનો દોષ આવે. “સ્થિરતા એક સમયમાં ઠાણે, ઉપજો વિણસે તબહી; ઉલટ પલટ ધ્રુવ સત્તા રાખે, યા હુમ સુની ન કબહી.” દરેક પદાર્થમાં સૂક્ષ્મ પરિણમન છે. તેને સ્થૂળ દૃષ્ટાંતથી સમજાવી શકાય, જેમ વાંકી આંગળી સીધી થઈ તો વક્રતાનો નાશ, સીધી અવસ્થાની ઉત્પત્તિ અને આંગળી નિત્ય-ધ્રુવ. લોઢા સાથે સરાણનો ઘસારો થતાં ધોળાશનું ઊપજવું, કાટનો વ્યય અને લોઢું ધ્રુવ. એમ આત્મામાં અજ્ઞાનનું ટાળવું સમ્યજ્ઞાનનું ઊપજવું અને જ્ઞાનનું ધ્રુવપણું છે. તે ન્યાયે સંસારાવસ્થાનો વ્યય, મોક્ષદશાનો ઉત્પાદ અને જીવ દ્રવ્ય ધ્રુવ છે. મુક્તદશામાં પરમાત્મપણે નિજગુણમાં દરેક ક્ષણે સૂક્ષ્મ ઉત્પાદ, વ્યય, ધ્રુવપણું છે. જે અવસ્થા થાય તે તેનું કાર્ય છે અને પરિણમનારો તે પોતાના પર્યાયનો કર્તા થાય છે. અજ્ઞાની કર્મના પ્રભાવને વધારે છે, કારણ કે પોતાને ભૂલીને તે પરનો કર્તા રાગ-દ્વેષપણે થાય છે. જ્ઞાની આત્માના સહજ સુખનો કામી, પોતાના જ્ઞાનગુણમાં ટકનારો, જ્ઞાનની દરેક અવસ્થાનો કર્તા છે. અને પરિણમન અવસ્થાનું કાર્ય છે તેથી દરેક જીવ પોતાના જ ભાવનો કર્તા છે. પોતાનું ચેતનાત્મકપણે સ્વાભાવિકપણે હોવાથી તેમાં પોતાના જ્ઞાનાદિ ગુણોનું પરિણમવું તે અભેદ સ્વરૂપે છે. આત્મા પોતાના રાગરહિત સ્વભાવમાં પરિણમે એટલે તે અરાગી સ્વભાવરૂપ થાય, તે અવસ્થા કાંઈ પોતાનાથી જુદી નથી. પ્રથમ રાગ-દ્વેષનું કે દેહાદિનું સક્રિયપણું જ્ઞાનમાં નથી એમ નક્કી કર્યું. હવે સ્વભાવમાં-સ્વરૂપમાં સક્રિયપણું અને અક્રિયપણું સ્થાપે છે. આત્મદ્રવ્ય અને તેની અવસ્થા બેઉ એક જ છે; અવસ્થા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #300 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અને અવસ્થાયી અભેદ છે. તે અભેદ દષ્ટિથી ભેદરૂપ કાર્ય કરવાપણું નથી. પૂર્ણ સ્વભાવ ઉઘડ્યો છે ત્યાં બેય અપેક્ષાથી સક્રિયપણું અને અક્રિયપણું છે તે કહે છે. આત્મા પોતાના સ્વરૂપે તન્મયપણે પરિણમે છે; ગુણી આત્મા પોતાના જ્ઞાનગુણની અવસ્થામાં દરેક ક્ષણે પરિણમે છે અને સળંગ અભેદરૂપ ટકી રહે છે. તેથી પરમાર્થનયે તદ્દન અભેદષ્ટિથી (પદાર્થ અને તેની અવસ્થાને ભેદરૂપ ન ગણવી તે દૃષ્ટિથી) તો ત્યાં સક્રિય એવું વિશેષણ આત્માને આપી શકાય નહિ, ભેદરૂપ પરિણમવું થતું નથી. તેથી દ્રવ્યદૃષ્ટિએ તો (અભેદ દૃષ્ટિથી) આત્મદ્રવ્યનું અક્રિયપણું છે. નિજસ્વભાવમાં પરિણમવારૂપ અનુભવી આનંદમાં લીનરૂપ અનંત સુખના ભોગવટાપણે દ્રવ્યની અવસ્થાનું પલટવાપણું છે, તેથી નિજસ્વભાવનું કર્તાપણું છે. લોકોએ આત્મસિદ્ધિ ઘણી વાર વાંચી હશે, પણ તેમાં ઊંડું અવગાહન કર્યું નથી. જીવ આંખનો વિષય નથી, પણ હિત-અહિતનો નિર્ણય કરનાર અનુભવસ્વરૂપ છે. તેને જેવો છે તેવો સમજવો પડશે. અભેદ દેષ્ટિથી સિદ્ધ ભગવાનમાં અને આ આત્મદ્રવ્યમાં ભેદ નથી. પોતાની અવસ્થામાં પરિણમવું. તે કોઈના કારણે નથી, પણ ત્રણે કાળની અવસ્થાનો-અનંત સુખનો ભોગવટો તેઓ એક જ સમયમાં કરી શકે નહિ. દરેક અવસ્થાનો અનુભવ ભિન્ન ભિન્ન છે, અવસ્થા ભિન્ન ભિન્ન છે. ગુણની અવસ્થાનો એક સમય તે બીજો સમય નથી. દરેક ક્ષણે જ્ઞાનનું ટકીને બદલવું થાય છે, તેથી ભેદ-અભેદપણું, સક્રિય-અક્રિયપણું છે તેમ કહેવામાં કાંઈ દોષ નથી, અવસ્થાનું થયું તે સક્રિય અને અવસ્થાનું દ્રવ્યમાં ભળી જવું તે અક્રિય. રાગ રહિત અવસ્થાનું ત્રિકાળી દ્રવ્યમાં ભળી જવું તે અભેદપણે છે. આમાં સ્વાધીન આત્મદ્રવ્યના ઘણા ન્યાય છે. અજ્ઞાની માને છે કે હું રાગાદિરૂપ છું. એ ખોટી માન્યતારૂપ અજ્ઞાનનો તે જીવ કર્તા છે. તે તેનું સક્રિયપણું છે, પણ હાથપગ હલાવવા તે સક્રિયપણું નથી. જ્ઞાની પરનું કર્તુત્વ સ્વીકારતો નથી તેથી અક્રિય, અને હું મારા જ્ઞાનમાં જ્ઞાતાપણે જ્ઞાનને જાણું છું તે જ્ઞાનરૂપ પરિણમવું તે જ્ઞાનનું સક્રિયપણું છે. જેમ વસ્તુતત્ત્વ છે તેમ સમજવાનું અને નિર્ણય કરવાનું પોતાને છે. અનેક ન્યાયથી વસ્તુતત્ત્વનું સ્વાધીનપણું કહેવામાં આવે છે, તે જાતે સમજે તો બધા પ્રશ્નોનો નિકાલ આવી જાય છે. [ તા. ૫-૧૧-૩૯] દરેક આત્મા જ્ઞાનસ્વરૂપે અનાદિ અનંત છે, સ્વતંત્ર છે. હું રાગ-દ્વેષનો કર્તા, એ મારું કર્મ એ અજ્ઞાનભાવે માન્યું હતું, પણ હું જ્ઞાનસ્વભાવમાં જ વર્તુ , એમ જ્ઞાનમાં જાણનારો પરનિમિત્તમાં ક્રોધ, માન કે વાસનાનો કર્તા કેમ થાય? હું સ્વાધીન જ્ઞાતા છું, સુખ મારું સ્વરૂપ છે, એમ જેને નિર્ણય થયો તે પરમાં સુખબુદ્ધિ કેમ કરે ? અજ્ઞાની એમ માને છે કે હું પુણ્યાદિનો કર્તા છું. એ ઊંધી માન્યતામાં અનંત દુઃખમાં રખડવાનું કારણ છે, તેથી તે અજ્ઞાનનો કર્તા છે. પ૨પરિણતિ-પરભાવમાં ટકવારૂપ અજ્ઞાનનો કર્તા હું છું એ ભૂલ ટાળીને જ્ઞાતા નિજભાવનો કર્તા થાય છે. ભૂલ એ મારું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #301 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૭૯ ] [ ૨૭૫ કાર્ય નથી. હું તો સુખ અને શાંતિનો કર્તા છું, એમ જે જીવ પોતારૂપ પરિણમ્યો, તેને માટે કહેવાયું કે, “ચેતન જો નિજ ભાનમાં કર્તા આપ સ્વભાવ.” તે સક્રિયતા મુક્તદશામાં સિદ્ધ પરમાત્મામાં પણ ઘટે છે. ત્યાં પોતાના ગુણનું-આનંદનું આનંદાવસ્થામાં જ પલટવું છે તે સ્વભાવનો અનુભવ તે જ સક્રિયતા છે; એ જ સમયે નિત્ય વસ્તુસ્વભાવે ટકવાની અપેક્ષાએ અક્રિય છે અને અવસ્થા પલટવાની દૃષ્ટિએ સક્રિય છે. 66 પ્રથમ સંસારદશામાં ભૂલથી ૫૨માં અને રાગાદિમાં સક્રિયપણું મનાયું હતું, તે ભૂલ ટાળીને ૫૨ભાવમાં-રાગાદિમાં ન ટકતાં જ્ઞાનમાં ટકયો ત્યારે “ચેતન જો નિજભાનમાં કર્તા આપ સ્વભાવ ” કહેવાણો; કારણ કે જો ક્રોધાદિ કષાયરૂપ અવસ્થા પલટાવીને જ્ઞાની ક્ષમાશાન્તિરૂપ અવસ્થા ન કરી શકે તો જ્ઞાની કેમ કહેવાય? વળી રાગનો નાશ થયા પછી પણ અરાગપણે ટકીને શાંતિરૂપે જ્ઞાનગુણમાં પલટવું તો છે તે દેહાતીત મુક્તદશામાં પણ ઘટે છે. હરેક વસ્તુ સદાય સ્વતંત્ર જ છે, તેનો સર્વથા નાશ (પલટવું) થાય નહિ. દરેક વસ્તુનું દ્રવ્યસ્વભાવે નિત્યપણું છે અને તેના ગુણની અવસ્થાએ પલટવું છે જેમ બાળપણામાંથી જુવાન અને જુવાન અવસ્થામાંથી વૃદ્ધપણું એમ બધી અવસ્થામાં ચેતનત્વ સળંગ નિત્ય છે. દરેક ક્ષણનો અનુભવ જુદોજુદો છે. પૂર્ણ પવિત્રતા, નિર્દોષતા અને વીતરાગતા થતાં દેહ રહિતપણું સહજ આનંદઘન, ચૈતન્યપિંડપણું રહ્યું, મુક્તદશામાં પણ દરેક ક્ષણે ગુણનું પલટન થાય છે, તે પર્યાય અપેક્ષાએ સક્રિયપણું છે. તે જ વખતે તેનું નિત્યપણું છે, તેથી દ્રવ્યના નિત્ય સ્વભાવની દૃષ્ટિથી અક્રિયપણું છે અને મોક્ષદશામાં પોતાની પૂર્ણ આનંદદશામાં થયા કરે છે તે દૃષ્ટિએ ત્યાં પણ અક્રિયપણું છે. ૭૮. હવે શિષ્ય કહે છે કે આપે દલીલ અને ન્યાયથી જે ત્રણ પદ સમજાવ્યાં તેનો અંત૨થી વિચાર કર્યે સમજાય છે કે તે યથાર્થ છે, પણ જીવ કર્મનો ભોક્તા નથી લાગતો; તે કેમ હશે ? તે અંતરની શંકાનો સદુપાય સમજાવો. જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય. ૭૯ અત્યાર સુધીમાં આપે જે જે ન્યાયથી કર્તાપણું કહ્યું તે યથાર્થ છે પણ જીવ ભોક્તા હોય એમ જણાતું નથી. કર્મ એટલે કાર્ય-ક્રિયા, જ્ઞાનનું કર્મ એટલે જ્ઞાનની અવસ્થા, જ્ઞાનરૂપી કાર્ય કરે, જાણે; જ્ઞાનરૂપે થવું તે જીવનો ધર્મ છે, એ ન્યાય શિષ્યને અંતર વિચા૨થી સમજાયો છે. જડકર્મનું કર્તાપણું નિશ્ચયથી-સાચી દૃષ્ટિથી નથી જ એમ પણ નક્કી થયું છે. તેથી હવે કહે છે કે જડ એવા કર્મ ૨જકણ તો અજીવ જ છે તે શું સમજે કે જીવને ફળ દેવામાં ક્રિયાવાળાં થાય; ફળ આપે ? આત્મા જડ કર્મનો કર્તા હું છું એમ માને છે તો ભલે અજ્ઞાનભાવે માને, પણ જડ કર્મ તેને ફળ શી Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #302 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૬] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા રીતે આપી શકે? (અહીં નિમિત્તનું જ્ઞાન કરાવવા જડકર્મ કહ્યું છે; ખરેખર તો અજ્ઞાનભાવે જીવ પોતે જ દોષ-દુઃખરૂપ વિકારનો, ભાવકર્મનો કર્તા થાય છે.) જેટલા રાગાદિભાવ જીવે કર્યા તેટલું જ કાર્યરૂપ ફળ જડ કેમ આપે? મારે આને ફળ આપવું છે એવી બુદ્ધિ અજીવ જડને કયાં છે? શિષ્ય ઘણો વિચાર કરીને આ પ્રશ્ન પૂછયો છે. ૭૯ હવે બીજો પ્રશ્ન પૂછી એ વાતને નક્કી કરાવવા માગે છે, કે કોઈ ગુનો કરે તેની શિક્ષા આપનાર ઈશ્વર હોય તો એ વ્યવસ્થા બને, પણ એમ માનવામાં મોટો દોષ આવે છે. તે પ્રશ્ન હવે શિષ્ય રજૂ કરે છે : ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરતણું; ઈશ્વરપણું જ જાય. ૮O શિષ્ય કહ્યું કે :- જડ એની મેળે કાર્ય કરી શકે નહિ, માટે વચ્ચે ઈશ્વરને નાખવો જોઈએ, પણ એમ માનવામાં મને ઘણો વિરોધ લાગે છે; કેમ કે એમ કહ્યું ઈશ્વરનું નિર્દોષપણું, ઈશ્વરપણું જ જાય છે. આટલો ન્યાય સમજવાની બુદ્ધિ શિષ્યમાં હવે પ્રગટી છે કે રાગાદિ રહિત ઈશ્વર તો એવો મધ્યસ્થ હોવો જોઈએ કે કોઈના કાર્યમાં પડે નહિ. આટલું તો શિષ્યને નક્કી થઈ ગયું કે જગતની ઘાલમેલ અથવા ઇચ્છા કરવાવાળો ઈશ્વર સિદ્ધ થતો નથી. જો ઈશ્વર શુદ્ધ જ હોય, પરનું કાંઈ કરી શકતો જ ન હોય, રાગ અને ઇચ્છા પણ ન કરે તો જગતનો કોઈ નિયામક, નિયંતા, વ્યવસ્થાપક ન રહે અને શુભ- અશુભ કર્મ ભોગવવાના કોઈ સ્થાનક પણ ન રહે. તો પછી પુણ્ય-પાપનું ફળ ભોગવવાપણું રહે નહિ. આ તેની શંકા છે. હવે શુદ્ધ પરમાત્મા એવા ઈશ્વરનો વિચાર કરીએ તો ઈશ્વર એટલે પૂર્ણ શુદ્ધ સ્વભાવ છે, તે પરનો અકર્તા છે, પણ જો અજ્ઞાનભાવે જેવું જીવ માને છે તેવું જ ઈશ્વર કરતો હોય તો તેને ઈશ્વર કહી શકાય નહિ. કોઈનું કાર્ય કરવાની ઇચ્છા કરે તો તેને ઉપાધિવાળો અને દેહધારી માનવો પડે. જડ આદિનાં કાર્યો કરવામાં કોઈ ડાહ્યો વ્યવસ્થાપક વચ્ચે નાખીએ તો તે જડ અને જીવની બરાબર દેખરેખ રાખે, કાર્ય કરે અને બધાને ફળની વહેંચણી કરી આપે એમ મનાય, પણ તેવો સાચો અને ડાહ્યો માનવામાં તો મોટો વિરોધ આવે છે. કારણ કે તેમાં ઈશ્વર-પરમાત્મા વીતરાગ કોને કહેવો તે પ્રથમ નક્કી કરવું પડશે. જે લોકો પૂર્ણ શુદ્ધ પરમાત્મા ઈશ્વરને જગતનાં કાર્યોનાં ફળદાતા તરીકે સ્વીકારે છે તેને પોતાનું સ્વરૂપ શું છે તેની ખબર જ નથી. મારે ઇષ્ટ કરવું છે તે ઈષ્ટની પૂર્ણતા કેમ હોઈ શકે, તેની ખબર વિના લોકો કહે કે અમે આત્માને પરમાત્મા જેવો માનીએ છીએ તો તેની વાત જૂઠી છે, પણ તેની દૃષ્ટિએ અજ્ઞાનપણે તે સાચી માને છે. જે ઇષ્ટ, અબાધિત અને અસિદ્ધ સાધ્યને પહોંચવું છે તેને યથાર્થપણે ઓળખીને તેની પૂર્ણતાના લક્ષ શરૂઆત કરવી જોઈએ. આત્માના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #303 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦] [૨૭૭ નિર્ણય વિરોધ રહિત થાય ત્યારે શરૂઆત કરી કહેવાય. જેને ભાવનગર જવું હોય તેણે ગામ, માર્ગ અને તેની વિધિ જાણવા જોઈએ. પચાસ હજારની હવેલી બનાવવી હોય તો પ્રથમ તેનો નકશો નક્કી કરવો જોઈએ અને તે મકાનની પૂર્ણ સ્થિતિના લક્ષે શરૂઆત થવી જોઈએ, તેમ ઇષ્ટ અબાધિત સાધ્ય એવો આત્મા પૂર્ણ શુદ્ધ કેવો હોવો જોઈએ, તેની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા શું તે પ્રથમ જાણવું જોઈએ, અને તેવી જ માન્યતા અને તે રૂપ અંશે વર્તન પ્રથમ જ હોવું જોઈએ; એનું નામ પૂર્ણતાને લક્ષ શરૂઆત છે. પણ સત્ શું, તેના ભાન વિના જગતના ઘણા લોકો કહે છે કે અમે ધર્મ માનીએ છીએ, કરીએ છીએ, આત્માના હિત માટે કરીએ છીએ અથવા ઈશ્વરાર્પણ યજ્ઞાદિ કરીએ છીએ, અનાસક્તપણે સંસારની સેવા કરીએ છીએ. એમ ધર્મને નામે કાળા કેર કરે. આત્માના સ્વભાવને જેમ છે તેમ નહિ માનતાં અન્યથા માને અને કહે કે અમે જ સાચા, તેને પરાણે કોણ સમજાવી શકે? લોકોમાં સસ્વરૂપ વિષે-આત્મધર્મ વિષે અનાદિનો ભ્રમ ચાલ્યો આવે છે. પૂર્ણતાના લક્ષે શરૂઆત કરનાર સાધકસ્વભાવ કહેવાય કે જ્યારે જીવ એમ માને કે મારામાં દોષ, દુઃખ ભૂલ તથા પરની ક્રિયા નથી માત્ર જ્ઞાન મારું લક્ષણ છે, જ્ઞાનમાં ટકવું તે મારું કર્મ છે, અને મારું સ્વાધીન અસંયોગી ચેતનતત્ત્વ રાગાદિ ઉપાધિ રહિત ત્રિકાળ પૂર્ણ શુદ્ધ છે. એવું લક્ષ અને તે લક્ષમાં જ ટકી રહેવાનો પુરુષાર્થ તે મારું કાર્ય છે, બીજું કાંઈ પણ કાર્ય મારું નથી; એ જ ધર્મ છે. અત્રે ત્રણ પદના નિર્ણયથી શિષ્યની વિચારશક્તિ ખીલી છે, તેથી કહે છે કે ઈશ્વરને પરના કાર્ય કરનારો, ફળ આપનારો માનીએ તો પૂર્ણ પવિત્ર, સ્વાધીન, અતીન્દ્રિય સ્વરૂપમાં વિરોધ આવે, કારણ કે નિરૂપાધિક શાંતપદ તે પરમાત્માપણું છે. તે પદના સાધકને ખબર છે કે પૂર્ણ શુદ્ધસ્વરૂપ ચૈતન્યઘન, સહજ આનંદમય વીતરાગપણું મારામાં શક્તિ રૂપે છે તે પૂર્ણ ઉઘડી જાય ત્યારે તેમાં કોઈ દોષ ન સંભવે. વીતરાગને રાગીપણું ન હોય એવો નિયમ છે, એટલે શિષ્ય નક્કી કર્યું છે કે હું પૂર્ણ થાઉં તો મારે પણ ઉપાધિ ન રહે. જો જગતની ઉપાધિ રહેતી હોય તો રાગાદિ દોષથી રહિત સ્વાધીનપણે રહી શકાય નહિ, માટે તેમ માનવામાં મોટો વિરોધ આવે છે. જગતમાં અનેક મિથ્યા અભિપ્રાય છે, તેમાં એમ પણ માનનારા છે કે યજ્ઞાદિ કાર્યોથી ધર્મ થાય, અગ્નિકુંડમાં અગ્નિ કરીએ, ઘી બાળીએ, તેનો ધૂમાડો આકાશમાં જાય, તેનાં વાદળાં થઈ વરસાદરૂપે જગતને પોષણ મળે, ઈશ્વર-વિષ્ણુ આદિ વ્યક્તિને નામે યજ્ઞ કરવાથી જગતના જીવો સુખી રહે, બધા ભેગાં થઈ પ્રાર્થના કરીએ તો આપણું હિત થાય, બધાનાં શરીર નીરોગી રહે, ધનધાન્યથી તૃપ્તિ થાય, એવી ભાવના કરીએ તો તેમાં આપણું હિત થાય, અનાસક્તપણે આમ કાર્ય કરીએ, આમ કરવું જ જોઈએ. જ્ઞાતાપણું શું, ચૈતન્યનો ધર્મ શું તેની તેમને ઓળખ નહિ અને બીજાથી ગુણ (હિત) થાય એમ માને છે, પણ વિચાર કરો કે જગતના જીવો ધર્મના ન્હાને કયાં કયાં ભૂલ કરે છે? કાર્ય થઈ જાય તે જુદી વાત છે અને કરવું તે જુદી વાત છે. ધર્મ એટલે આત્માનો સ્વભાવ “જ્ઞાતા છે.” Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #304 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જ્ઞાતા જાણે તેમાં પરનું કરવાપણું હોય નહિ; રાગ, ઇચ્છા અને મન, વાણી દેહની કે બાહ્યની કોઈ ક્રિયા ઠીક છે, હું કરી શકું એમ માનવું તે મિથ્યા છે. ઈશ્વર એટલે પરમાત્મા, મોટો મહિમાવંત, દેહ રહિત, રાગ-ઇચ્છા વાસનાથી રહિત વીતરાગ, નિર્દોષ છે. ૮૧ મી ગાથામાં શિષ્ય કહેશે કે આ જગતની વ્યવસ્થા નિયમબદ્ધ ચાલ્યા કરે છે, તે વ્યવસ્થાનો કર્તા ઈશ્વર ન હોય તો તેની વ્યવસ્થા ન રહે. જીવ પુણ્ય-પાપ કરે અને તેનું ફળ આપનાર ઈશ્વર ન હોય તો તે ફળ ભોગવવાનાં સ્થાનક પણ ઠરે નહિ, માટે જડ પ્રકૃતિનાં કાર્યો કરનારો જીવ જેટલો ગુણદોષ કરે તેનું તેટલા જ પ્રમાણમાં ફળ દેનારો ઈશ્વર માનવો જોઈએ. એવા અભિપ્રાય પરત્વે યથાર્થ વિચાર આગળ કહીશું. પ્રથમ જીવે અજ્ઞાનપણે ઊંધી દષ્ટિએ માન્યું હતું કે મેં પુણ્ય-પાપ, રાગાદિ કર્યા પણ જે ક્ષણે જાણ્યું કે દોષ અને દુઃખ મારો સ્વભાવ નથી, એમ તે ભૂલની માન્યતા ટાળી કે આત્મા રાગ-દ્વેષનો કર્તા નથી. જો ભૂલ કરવાનો સ્વભાવ હોય તો છૂટી શકે નહિ, માટે પોતાનામાં દોષ કરવાની યોગ્યતા હતી તે ભૂલ ટાળતાં સ્વયં ગુણરૂપ રહ્યો. જે પોતાના શાંત અધિકારી ગુણનો ભોગવનાર છે તેને વિકારી એવા પુણ્ય-પાપનો ભોક્તા કેમ કહેવાય? પોતે પરને ન કરે કે ન ભોગવે, માત્ર જ્ઞાનમાં નિરૂપાધિક આનંદ-શાંતિને કરે, ભોગવે. જે સંસારથી મુક્ત, દેહાદિ ઉપાધિ રહિત ઈશ્વર તે પરની ઉપાધિમાં કેમ પડે? આત્માનો ધર્મ છે પુણ્ય-પાપ રાગરહિત છે, તે ભૂલીને તે વિરુદ્ધ ઔષાધિક ધર્મને પોતાનો માન્યો તેથી અધર્મી થયો. આત્મા માત્ર જ્ઞાતા છે તેને ભૂલીને બીજું કાંઈ કર્તુત્વ માને તો તેણે પોતાને અનાદર કર્યો છે અને પરાધીનતાનો આદર કર્યો છે. જીવ જ્યારે પોતાનું સ્વાધીન જ્ઞાતાપણું બધા વિરોધોને ટાળીને જેમ છે તેમ સમજે ત્યારે પરનો-પુણ્ય-પાપ રાગાદિ ઉપાધિનો કર્તા પોતાને માનતો મટે, છતાં અમુક કાળસુધી દયા-દાન-પુણ્યાદિના વિકલ્પ અને ક્રિયા, ઉદય મુજબ થઈ જાય; તે કરવાની ઇચ્છા પણ ઊઠે, અને કાર્ય પણ થઈ જાય છતાં તે કાર્યને પોતાનું માનતો નથી, તેમાં પરમાર્થ માનતો નથી, એનાથી ગુણ માનતો નથી. અજ્ઞાનીઓ માને છે કે અમે અનાસક્તપણે કરીએ છીએ, અમે કરાવ્યું, અમે આ ઠીક કર્યું એમ પુણ્યાદિ-પરભાવ કરાવતાં મીઠાશ વેદે છે તેઓ આત્મસ્વભાવની અનંતી હિંસા કરે છે, જ્ઞાતાપણાનો અનાદર કરવાથી હવે પછીના ભાવે અવશ્ય મૂઢ થવાના છે. લોકો કહે છે કે અમે આત્માને બરાબર માનીએ છીએ, નિઃશંક છીએ, અમારી શ્રદ્ધા સાચી છે; પણ દોષ શું છે, પોતાના અભિપ્રાયની ખતવણીમાં કયાં ભૂલ છે, તે તેઓ જાણતા નથી, માટે તે ઊંધા નિઃશંક છે. આત્મા જ્ઞાન વિના કાંઈ કરતો નથી, રાગ રહિત છે, સ્વાધીન છે. પોતાની શાંતિ-આનંદનો કર્તા છે એવું જેને યથાર્થપણે ભાન નથી, તેઓ જરૂર અજ્ઞાનવડે રાગાદિકના કર્તા છે, તેઓ અબ્રહ્મચારી છે, હિંસક છે. લોકો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #305 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦] [ ૨૭૯ ધર્મના નામે સાચા ન્યાયનું ખૂન કરતા હોય છે. જેમ સ્વભાવ છે તેમ ન માને અને ઊંધી ખતવણી કરે તો તેને સદાય અન્યાયની હાજરી છે અને ન્યાયની ગેરહાજરી છે. અહીં આ ગાથામાં જિજ્ઞાસુ શિષ્યનો પ્રશ્ન છે કે જગત નિયંતા ઈશ્વર માનીએ અને કર્મના ફળને ઈશ્વર આપે એમ માનીએ તો ત્યાં ઈશ્વરપણું રહેતું નથી, કારણ કે ઈશ્વર તો રાગરહિત, કેવળ જ્ઞાનસ્વરૂપ અરૂપી જ્ઞાનઘન શુદ્ધ સ્વભાવે છે, તે પ્રકૃતિનાં ફળ દેવાની પ્રવૃત્તિ કેમ કરે? જો તેમ માનીએ તો તેને દેહાદિ તથા ઇચ્છા આદિ ઉપાધિવાળો માનવો પડે. કોઈનું કાંઈ કરવું એમાં તો શુભ-અશુભ ઇચ્છા આવી, ઇચ્છા કરવામાં ન આવ્યું, મન છે તેને દેહ છે. પરમાત્મા તો અસંગ અને સ્વાધીન છે, અરૂપી છે. તેને જો પરના સંગવાળો, ઇચ્છાવાળો, કર્તવ્યવાળો માનો તો ઘણા ઘણા વિરોધ આવશે. પોતાને પણ નિરૂપાધિક શાંત વીતરાગ પરમાત્મા થવું છે, તેથી પ્રથમ યથાર્થ નિર્ણય કરવો પડશે. સિદ્ધ પરમાત્મા અસંગ, અરૂપી, દેહ રહિત, પૂર્ણ શુદ્ધ, નિત્ય વીતરાગ છે. પોતાનો આત્મા પણ પૂર્ણ શક્તિરૂપે-સ્વભાવે છે એમ માનવું પડશે. આત્મા સ્વતંત્ર જ્ઞાતા સ્વરૂપે જ છે, તે પરનું કાંઈ કરી શકે જ નહિ, ત્રણ કાળ ત્રણ લોકમાં બીજાનું કોઈ કાર્ય કરી શકે નહિ. જેને આત્મધર્મનું સત્ય સુખ જોઈતું હોય તેણે અવિરોધી સ્વભાવને માનવો પડશે. જેણે પોતામાં પરનું કર્તવ્યપણું, રાગપણું, પુણ્યપણું, દયાપણું, રાગ-દ્વેષીપણું વગેરે માન્યું છે તેણે ઈશ્વર જગતનો કર્તા હોય, ફળદાતા હોય, એમ માન્યું છે; તેણે તે માન્યતા ટાળવી પડશે. વર્તમાનમાં પણ રાગ-દ્વેષ-મમત્વ રહિત; શુદ્ધપણે, શાંતપણે કેવળી ભગવાન દેહધારી છતાં રાગના વિકલ્પ રહિત રહી શકે છે. જ્યાં આત્માનું પૂર્ણ ઐશ્વર્ય, દેહ રહિત અરાગીપણું પ્રગટ છે ત્યાં ઉપાધિ માનવી તે મિથ્યા છે, ખોટું છે. ઘણા લોકો કહે છે કે અમે આત્મા માનીએ છીએ, પણ ભાઈ ! આત્મા સિવાય પરનો બધો અભાવ, તે આત્મા જ્ઞાન સિવાય કાંઈ કાર્ય કરે નહિ. તેથી જ્ઞાનના આનંદ વિના કોઈ અન્યનો ભોક્તા નથી. એ અસંગ, સ્વાધીન તત્વ કેવું હશે તેનો વિચાર કર્યો છે? ઇન્દ્રોનાં બધાં સુખ અને તીર્થકર પદવીનું પુણ્ય, એવા પુણ્યભાવ રહિત, પુણ્યની ઇચ્છા રહિત આત્મા છે. બધા આત્મા જાતિ અપેક્ષાએ પરમાત્મા છે, પણ જો પોતાનું પૂર્ણ સ્વાધીનપણું સમજીને પૂર્ણને પામવાનો તે જાતનો પુરુષાર્થ લાવે તો પૂર્ણ પવિત્ર થઈ શકે છે. પણ પ્રથમથી જ જે પૂર્ણપદ છે તેને ઉપાધિવાન માને છે તે રાગરહિત કેમ થશે? મારામાં પુણ્ય-પાપ-રાગનો અંશપણ નથી એટલે કે મારે ઇન્દ્ર આદિનાં સુખ પણ જોઈતાં નથી. મન, ઇન્દ્રિય, દેહાદિની સહાયની મને જરૂર નથી. એમ સર્વ વિકાર-વાસનાથી ભિન્ન થઈ હું શુદ્ધ છું એવી હા લાવો! જેવું સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે તેવું મારું સ્વરૂપ છે, એમ જેવો આત્મા છે તેમ માનવું હોય તેણે બધા વિરોધ રહિત નિર્દોષતા તે મારું તત્ત્વ છે તેની હા પાડવી પડશે, પ્રથમ યથાર્થ સ્વરૂપની પ્રતીતિ કરવી જોઈશે જેને સાચું પરમ હિત જોઈએ છે તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #306 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તે રૂપ માન્યતા અને તે જાતના સ્વાધીન પુરુષાર્થનું અંશે પણ કારણ પોતાના વિષે લાવવું પડશે આમાં કાંઈ મન, વાણી, દેહનો પુરુષાર્થ નથી કે ઈશ્વર કંઈ કરી દે તેમ નથી. જે ઘણા ઘણા પ્રકારે બીજું માને છે, આત્મામાં પુણ્ય-પાપમય વિકારી કાર્યની ખતવણી કરે છે તે દોડીને દુર્ગતિમાં જાય છે. કોઈ બહારથી પુણ્યાદિના જોગથી પોતાની દૃષ્ટિવડે અનુકૂળ ભાળતો હોય, અને માનતો હોય કે અમે બીજાની દયા પાળીએ છીએ; બ્રહ્મચર્ય; સત્ય વગેરે લૌકિક નીતિ પાળીએ છીએ; પણ જે આત્મસ્વરૂપના અભાનવડે બીજાથી સારું માની રહ્યો છે તે પોતાના સ્વભાવનો ઘાત કરી રહ્યો છે. પરમાર્થે પુણ્યભાવ પણ ઉપાધિ છે, બંધભાવ છે. લોકો બાહ્ય દૃષ્ટિના ઊંધા બળવડે મોહભાવની મસ્તીના થનગનાટમાં એમ માને છે કે આત્મા આવો પુણ્યવાળો છે, તેને જ્ઞાની કહે છે કે ભાઈ રે! ઊભો રહે, કંઈક વિચાર! તું જેનાથી ગુણ માને છે તે તો બંધભાવ છે, વિકારીઔપાધિક ભાવ છે. પ્રશ્ન :- તો શું આત્મજ્ઞાન થાય તેણે પુણ્ય, દાનાદિ શુભકાર્ય ન કરવાં? ઉત્તર :- કોઈએ દેહાદિનાં કે પરજીવનાં કાર્ય કર્યા જ નથી, માત્ર તે સંબંધી અભિમાન જ કર્યું છે. જ્ઞાનીને રાગ થઈ જાય છે, પણ તેઓ અહંપણું કરતા નથી. જ્ઞાની ગૃહસ્થ હોય ત્યાં લગી તેવો શુભરાગ થઈ જાય, છતાં તેને તે કર્તવ્ય માનતા નથી. આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે, તે જ્ઞાનમાં ટકીને જ્ઞાતાપણે જ્ઞાનને જાણ્યા જ કરે છે તેનું નિત્ય કાર્ય છે. પોતે સ્વાધીન સ્વરૂપ છે, જગતનો સાક્ષી છે. જેવા કેવળજ્ઞાની પરમાત્મા જગતના સાક્ષી છે તેવા જ સર્વ જીવાત્મા પોતાના મોક્ષસ્વભાવમાં સ્વાધીનપણે સ્થિત થવાની શક્તિ ધરાવે છે. કોઈ જીવ બીજાને સુધારી કે બગાડી શકતો નથી. પણ માત્ર જાણે છે; સાક્ષીને ઘાલમેલ કરવાની ન હોય. લોકો સંસારની ઉપાધિનો ઘણો ઘણો વિચાર કરે છે, પણ પોતાનું સ્વાધીન તત્ત્વ શું છે, તેનો વિચાર કરતા નથી. જેણે ઈશ્વર બીજાને ફળ આપનારો, જગતની વ્યવસ્થા રાખવાવાળો કે ઉપાધિવાળો માન્યો છે તેણે પોતાનું સ્વરૂપ પરાધીન ઉપાધિવાળું અને રાગવાળું માન્યું છે. કારણ કે જે જીવ ઈશ્વર-પરમાત્મા થાય, તેણે તે તે ઉપાધિવાળાં કાર્ય કરવા જોઈએ. જો ઈશ્વર કર્મના ફળને આપે એમ ગણીએ તો ત્યાં શુદ્ધતા એટલે ઈશ્વરનું ઐશ્વર્ય જ રહેતું નથી. જગતના જીવો પુણ્ય-પાપ કરે તેને ફળ દેવા આદિ ઉપાધિમાં પ્રવર્તતા ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે; અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. કદી એમ માની લઈએ કે ઈશ્વર એક જ છે, તે બધું કરે છે, વિચાર કરીએ તો તેમાં પણ દોષ આવે છે. મુક્ત જીવો બધા વીતરાગ છે. પરભાવ આદિના કર્તા નથી. તે પરભાવ આદિના કર્તા થાય તો તેને સંસારની અને રાગીપણાની પ્રાપ્તિ થાય. તેમજ ઈશ્વર પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવ આદિના કર્તાપણાના દોષનો પ્રસંગ આવે; તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #307 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦] [ ૨૮૧ શિષ્યનો ભોક્તાપણાનો પ્રશ્ન ચાલે છે. જીવનું અજ્ઞાનભાવે રાગાદિનું કર્તાપણું કબૂલ કરીને કહે છે કે જડકર્મો જીવની ભૂલ પામીને આવ્યાં, પણ જડ કેમ જાણે કે અમારે આવું ફળ આપવું છે? અને ઈશ્વર તેની વ્યવસ્થા કરે, ફળ આપે તો તેમ માનવામાં મોટો વિરોધ આવે છે; કારણ કે “ફળ દાતા ઈશ્વર ગણે ભોક્તાપણું સધાય, એમ કહ્યું ઈશ્વરતણું ઈશ્વરપણું જ જાય.” અને “ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહિ હોય, પછી શુભાશુભ કર્મનાં ભોગ્ય સ્થાન નહિ કોય.” આમ બે પ્રકારની વિરુદ્ધતા શિષ્યને ભાસે છે. શિષ્ય એટલું તો લક્ષમાં રાખ્યું છે કે ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે, અને તેને અંતરમાં રાખીને-સમજીને કહે છે કે ઈશ્વર તો પૂર્ણ શુદ્ધ છે, તે જગતના પ્રપંચમાં કેમ પડે? આ ઉપરથી સમજવાનું કે શિષ્ય વિચાર કરનાર અને ઊંડાણથી ન્યાયને સમજી શકે તેવો જોઈએ; આવા શિષ્યની જેમ જિજ્ઞાસુ મૂંઝાઈને પ્રશ્ન કરે તો તેનો નિકાલ થાય, જિજ્ઞાસુ એવા હોય કે તેઓ વસ્તુનો વિચાર કરે, વસ્તુનું લક્ષણ શું, હેતુ શું, આ વાત આમ કેમ હોઈ શકે એ વિગેરે વિચારી તેના પ્રશ્ન કરી શકે. જે સત્ સમજવા માટે પ્રશ્ન કરે છે તે પોતાની મૂંઝવણ ટાળી શકે છે. પોતાના તત્ત્વની વાત જ જાણવા ન માગે અને સંસારનું કંઈ કરવાનું આવે ત્યાં તૈયાર થાય; ઉપાધિ કરવાની હોય તેમાં રુચિ કરે, પ્રેમ જોડે, પણ પોતાનું પરમ શુદ્ધ તત્ત્વ કેવું છે તે જાણવાની દરકાર જ કરતા નથી. ધીરજથી ખૂબ મનન કરવાની જરૂર છે કે એવી કઈ ભૂલ રહી જાય છે કે જેથી અનંત કાળથી રખડવું પડે છે? અહીં શિષ્યને એવી ખટક લાગી છે કે પૂર્ણ પરમાત્મા શુદ્ધ થયા છતાં પણ જો તે જગતની ઉપાધિવાળો રહેતો હોય તો મારે પણ પૂર્ણ શુદ્ધ થવું છે તો મારે પણ ઉપાધિમાં જ રહેવું પડે તેથી પોતે જે માન્યું છે તેમાં વિરોધ આવે છે, માટે શંકા ઉભવી છે. વળી કોઈ કહે કે રાગરહિત કામ કેમ ન કરી શકાય? તો તેનો ઉત્તર એમ છે કે પૂર્ણ શુદ્ધતામાં-દેહ રહિત દશામાં એ સંભવતું નથી. જ્ઞાતા જાણે કે કંઈ કરે? કરવું તેમાં ઇચ્છા છે, ઇચ્છા એટલે રાગ અને રાગ તે દુઃખ છે, તે ઈશ્વરમાં કેમ સંભવે? ઈશ્વર એટલે આત્માની પૂર્ણ પવિત્ર સ્વાધીન દશા. તે જો જગતને ફળ દેવામાં જોડાય તો તેને ઇચ્છા, મન, અને શરીર પણ જોઈએ, અને સંસારીના જેવી દશા આવે, તેથી પૂર્ણ શુદ્ધતામાં ભંગ પડે. લોકોની સમજણમાં કયાં કયાં ભૂલ થાય છે તે પોતે સમજવું પડશે. મન-વાણી-દેહની ક્રિયા કરવાનો અધિકારી અજ્ઞાની પણ નથી, તેથી તે પણ કરી શકે જ નહિ અને જ્ઞાની પણ જડની અવસ્થાને ત્રણ કાળમાં ન કરી શકે; તો પછી ઈશ્વરને જડની ક્રિયા કરવી અને તેનું ફળ આપવું તે કેમ બની શકે? અજ્ઞાની અજ્ઞાન ભાવે માને કે હું કરું છું, સંયોગો આવે તેનો રાગ દ્વારા સ્વીકાર કરે કે એ મારા અને હું તેનો કર્તા છું; પણ સાચી દૃષ્ટિથી જુઓ તો પુણ્ય-પાપ રાગાદિરૂપ કંઈ કરવું તે આત્માનો ગુણ નથી. જ્ઞાનસ્વરૂપ આત્મા જ્ઞાતા-દેષ્ટા, સાક્ષી ચૈતન્યઘન છે, તેનામાં ભૂલ કરવાની યોગ્યતા છે. અજ્ઞાનપણે માને કે હું પુણ્ય-પાપ-રાગ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #308 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વાળો છું, કર્તા છું, રોટલા, દેહાદિનો ભોક્તા છું, પણ એવું માનવાથી કાંઈ તેનું કાર્ય થઈ શકતું નથી પણ પોતે કર્યું એવી કલ્પના કરે છે. આત્માનો અધિકાર શું તે પોતાને સમજવું પડશે, બોલણીમાં બોલે, પણ અંદર જ્ઞાનભાવનું ભાસન શી રીતે છે તે વિચારો તો માલુમ પડશે કે પરનું કાર્ય કોઈ જીવ કરી શકતો નથી, છતાં પણ હું પુણ્ય-પાપ રાગ-દ્વેષ કરું છું એમ જે કોઈ માને અને પરનો કર્તા થાય તેણે જડની ક્રિયા કરવાનો અધિકાર ન હોવા છતાં સ્વીકાર્યો ગણાય; પણ તે તો રખડવાનો ઉપાય છે. એમ ને એમ અનંતકાળ વીત્યો, પણ પોતાનું પૂર્ણ સ્વાધીન તત્ત્વ જેમ છે તેમ તેની પ્રતીત કરી નહિ, અને તેનો ઉત્સાહ પણ આવ્યો નહિ. લોકો તત્ત્વજ્ઞાનના વિચાર વિના લૌકિક નીતિ, દાન, પુણ્ય, વગેરેમાં ધર્મ માને છે, પણ જેને સત્ય સ્વરૂપનું ભાન નથી તે ભલે હજારો શાસ્ત્રનો જાણનાર હોય, તોપણ તે પરમાર્થે પાપી છે, અને ભલે નવ વર્ષનો બાળક હોય છતાં અંતરમાં જેને કર્તાપણાનું અભિમાન છૂટી ગયું હોય, અને રાગ-દ્વેષ ઉપાધિ રહિત હું નિર્મળ આત્મા છું એમ સ્વ-સન્મુખ થઈ માન્યું હોય અને પરનું સ્વામીત્વ સ્વીકાર્યું ન હોય, તો સાચો ન્યાય તેના હૃદયમાં બેઠો હોવાથી તે મહા પવિત્ર છે; કારણ કે તેમાં સ્વતંત્રતાનાં બીજડાં છે. પૂર્ણ જ્ઞાન સિવાય જડ આદિનું કોઈ કાર્ય પોતાનું માનતો નથી, કર્તા થતો નથી. એ જ્ઞાતાની સમજણની બલિહારી છે. ચૈતન્યનો સ્વભાવ જાણવું છે, તેમાં કરવું કયાં આવ્યું? અનંત જ્ઞાનીઓ એમ કહી ગયા છે કે તારો તો જ્ઞાન ગુણ છે, પુણ્ય-પાપ-રાગાદિ તારો સ્વભાવ નથી, દેહાદિ પરની ક્રિયા કરવાનો તારો અધિકાર નથી, એટલે કરી શકતો નથી; માટે હું પરનું કરું, કરી શકું એમ માનીશ નહિ. એ વાત ન્યાયથી યથાર્થપણે જેને અંતરમાં બેઠી છે તેને રાગ-દ્વેષ-ઉપાધિમય દશામાં રખડવાનું ન રહે. અહીં શિષ્યને શંકા કરવાનું કારણ એ છે કે જો ઈશ્વરને પરને ફળ દેનારો વગેરે પ્રકારે માનું તો મારી પૂર્ણતાને બાદ ( વિરોધ) આવે છે, કારણ કે દરેક આત્મા જાતિ અપેક્ષાએ સરખા ઈશ્વર છે, જે કર્મની ઉપાધિથી રહિત થઈ પૂર્ણ પરમાત્મા થાય તે રાગ-દ્વેષ-ઇચ્છા રહિત એટલે કે વિકલ્પ રહિત હોવા જોઈએ. માટે ઈશ્વરને વીતરાગી જ્ઞાતા ભગવાન ઠરાવવો અને વળી તેને જગતના પ્રપંચવાળો માનવો એ પ્રત્યક્ષ વિરોધ છે. જૈન દર્શનમાં જ પૂર્ણ શુદ્ધ પરમાત્માની સિદ્ધિ યથાર્થપણે છે. દેહધારીપણે પણ સર્વજ્ઞદશા-પૂર્ણ વીતરાગતા હોઈ શકે છે, તેનાં અનેક પ્રમાણ છે, તે યથાર્થ યુક્તિ, આગમ અને સ્વાનુભવથી સિદ્ધ છે, ચોક્કસ છે, અનંત જ્ઞાનીઓ જે કહે છે તે જ અહીં કહેવાય છે. ભલે કરોડોની સંખ્યા અને માર્ગે હોય તેથી કાંઈ સત હીણું ન થઈ જાય, સને સંખ્યાની જરૂર નથી. સને માનનાર વર્ગ સદાય થોડો જ હોય, છતાં સત્ માર્ગ સદાય ટકી રહેશે. એકેક આત્મા સ્વભાવે પૂર્ણ પરમાત્મા છે અને સ્વતંત્ર છે. વર્તમાન દશામાં પૂર્ણ સ્વરૂપનું ભાન કરી એ જાતના પુરુષાર્થ વડે પૂર્ણ ઈશ્વર થઈ શકે છે, તેને જગતનું કંઈ કરવાનું બાકી રહેતું નથી, ફરી સંસારમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #309 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦] [ ૨૮૩ આવવાપણું નથી. આ ન્યાય સિવાય જે કંઈ બીજું માને તેને આત્માનું હિત ત્રણ કાળમાં થવાનું નથી. જો ફળ દેનારો ઈશ્વર ઠરે તો મોટો દોષ આવે છે. કોઈ કહે છે કે ભક્તિ કરીએ તો ઈશ્વર આપણાં દુ:ખ ટાળે; એમ માનનારે ઈશ્વરને ઇચ્છાવાળો અને ઉપાધિવાળો માન્યો છે, ઈશ્વર તો સત્સ્વરૂપ, સ્વાધીન શુદ્ધ તત્ત્વ છે, તેને પોતાની કલ્પનાથી ગમે તેવો માનવાથી કાંઈ જે સત્ સ્વરૂપ છે તે અન્યથા થતું નથી. લોકોને સ્વતંત્ર વિચાર કરવાની શક્તિ નહિ તેમ જ સત્ સમાગમની ઓળખાણ નહિ, તેથી જેમ તેમ તત્ત્વને નિર્ધારી લે છે અને માને કે ઈશ્વર આમ હશે અને આત્મા આમ હશે. જે પ્રથમ સમજવાનું છે તેનો વાયદો કરવો તે જ પોતાનો અનુત્સાહ બતાવે છે. સંસારનાં કોઈ પણ કાર્યને ભોગવે, ભોગવાવે અને ભોક્તાને રૂડું જાણે તે અજ્ઞાની છે, મિથ્યાર્દષ્ટિ છે; તો પછી લોકો પુણ્ય-પાપ કરે અને ઈશ્વર તેનું ફળ આપે એમ માનવું એ તો ઈશ્વરને મિથ્યાર્દષ્ટિ માનવા બરાબર થયું. જેને આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ કેવું છે તેનું ભાન નથી તે પોતાની ભ્રમિત માન્યતાનું કોઈ ઈશ્વરમાં આરોપણ કરે છે, અને માને છે કે જગતની વ્યવસ્થા એ કરતા હશે. જો ઈશ્વરમાં ફળદાતાપણું નાખીએ તો ઈશ્વરમાં ઘણો વિરોધ આવે છે. નિયમ તો ત્રિકાળ દરેકને સરખો લાગુ પડે. રાગનાં કાર્યો અજ્ઞાની કરે તેને રાગી-દ્વેષી કહેવાય તો તેવા જ રાગનાં કાર્યો ઈશ્વર કરે અને તેને રાગીદ્વેષી ન કહેવાય એ કેમ બને ? કુદરતી ક્રમમાં એટલે કે વસ્તુના સહજ સ્વભાવમાં, ન્યાયમાં ફેર ન પડે. માટે ઈશ્વરને ફળદાતા માનો તો તે ઈશ્વર લોભવાળો અને રાગાદિક ઇચ્છાવાળો ઠરે પણ તેમ નથી. મુક્ત પરમાત્મા રાગ-દ્વેષ-પુણ્ય-પાપ આદિ ભાવોનો કર્તા નથી, અને જગતને ફળ દેવાવાળો પણ નથી. જો એમ હોય તો તેને સંસારી માનવો જોઈએ. પ્રશ્ન :- ગીતાજીમાં અનાસક્તપણે કર્મ કરવાનું કહ્યું છે ને ? ઉત્તર :- આપણે કોઈ વ્યક્તિનું કાંઈ કામ નથી. ન્યાય જે કહેવાય છે તે સમજો. જગતમાં બહારથી ધર્મ મનાઈ ગયો છે, અને લગભગ ઘણાં લોકોને એમ થઈ ગયું છે કે આપણે કંઈક ઠીક કરીએ. અનાસક્તિ રાખીને સંસારનું રુડું કરીએ. જ્ઞાની હોય તે પણ બીજાનું કરી શકયા નથી, પણ સમજ્યા તે પોતાના પવિત્ર જ્ઞાનસ્વરૂપમાં સમાઈ ગયા છે. જ્ઞાનીને વિકલ્પની વૃત્તિ હોય તો લોકોત્ત૨ એવા ૫૨માર્થ માર્ગનો ઉપદેશ આપે. આત્મા જ્ઞાતા જ છે, બીજું કરવાનું આત્માના અધિકા૨માં નથી તેથી બીજું કરવાનું જ્ઞાની ન કહે. સાધક જીવ પણ વિકલ્પ મારું સ્વરૂપ નથી એમ વિકલ્પ તોડીને જ્ઞાનમાં ઠરી ગયા, તો પછી ઈશ્વરમાં ઇચ્છા આદિ વિકલ્પનો સદ્ભાવ કેમ હોઈ શકે? ૫૨માત્મા સ્વરૂપ તો પૂર્ણ વીતરાગ નિર્મળ છે, તેમાં કોઈ પણ ૫૨ના કાર્યનો આરોપ કરીએ ઇચ્છાવાળું કહીએ તો મોટો વિરોધ આવે છે. જેમ ભરેલો ઘડો હોય તેની ઉપર પાણીનો ધોધ રેડીએ તો તે ઘડો ઊલટો ચાર આંગળ અધૂરો થઈ જાય, તેમ પૂર્ણ શુદ્ધ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #310 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૪] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પવિત્ર ઈશ્વર ઉપર જગત આખાની કારવાઈનો આરોપ નાખતાં ઈશ્વરપણામાં વિરોધ આવશે. ઈશ્વરને વીતરાગ, નિરૂપાધિક કહેવો અને વળી દયા કરનાર, ઇચ્છાવાળો, ફળદેવાવાળો કહેવો તે વિરોધરૂપ છે. કરોડો માને છે તે ઉપર ન જુઓ. ફલાણો બહુ બુદ્ધિવાળો છે માટે તેનું સાચું છે એમ નહિ. સંસારમાં આત્મજ્ઞાન થયા પછી રાગ-દ્વેષનો સર્વથા અભાવ કરીને જે ઈશ્વર થાય તેનામાં રાગ કે ઇચ્છાપણું કેમ સંભવે? મધ્યસ્થપણે વિચારો તો બધુંય સમજાય તેમ છે. જે અલ્પ પુરુષાર્થ વડે અલ્પ રાગ પણ થવા ન દે, તે પૂર્ણ પરમાત્મદશા પૂર્ણ પુરુષાર્થ થયે થોડો ઘણો પણ રાગ કેમ થવા દે? તે વિચારો, રાગ વિનાના અને અસ્થિરતા વિનાના ઈશ્વરને જગતની ઉપાધિવાળો માનવો તે તો સંસારમાં દેહધારી જ્ઞાની કરતાં પણ ઘણી હીનતા કહેવાય. લોકોને તત્ત્વની પરીક્ષા વિના બહારથી મનાઈ ગયું છે કે જગતમાં મોટા થાય તે બીજાનું ભલું કેમ ન કરે? જો લોકોને સુખી ન રાખે તો એવો પરમાત્મા અમારે જોઈતો નથી. એક ભાઈ કહેતા હતા કે ઈશ્વર તો અમે એને કહીએ કે બધાને જે જોઈએ તે સુખ આપે. પછી તેને કહ્યું હતું કે આ માન્યતા જે કોઈ રાખે તે ત્રણકાળમાં સુખી ન થાય. પોતાને સાચું તત્ત્વ સમજાયું નથી, તેથી પોતે ઈશ્વરને પણ રાગ-ઇચ્છાવાળો માને છે. એમ જગતમાં લોકોએ આવી કે આના જેવી બીજી માન્યતા વડે “ઈશ્વર' નામની જગતકર્તા, નિયંતા, વ્યવસ્થાપક વ્યક્તિ છે એવી કલ્પના ઊભી કરેલ છે. અહીં શિષ્ય પોતાના શુદ્ધ આત્મા પરત્વે જ ન્યાય સમજવા માગે છે કે જો આવો ઈશ્વર હોય તો શું વિરોધ આવે? એમ કહી તેનો ન્યાય સમજવા માગે છે; પણ ખરી રીતે તો સ્વાધીન આત્માનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ કેવું હોઈ શકે તે વાતને નક્કી કરવા માગે છે; એટલે કે વાસ્તવિક ન્યાયથી નિર્દોષપણું, પૂર્ણ સ્વાધીન ઈશ્વરતત્ત્વ નક્કી કરવા માગે છે. બધા આત્મા શક્તિસ્વરૂપે પરમાત્મા છે તેની શ્રદ્ધા અને તે જાતના પુરુષાર્થ વડે પૂર્ણ પરમાત્મા થઈ શકે છે. માટે ઈશ્વરનું સ્વરૂપ યથાર્થ કેવું હોવું જોઈએ તેનો ન્યાય સમજાવે છે. ઈશ્વરને કંઈ કરવાપણું ઠરાવીએ તો જે મુક્ત જીવો છે તેના કરતાં પણ આ જગતની વ્યવસ્થા કરનાર ઈશ્વરનું હીનત્વ થયું, એથી તો ઈશ્વરપણાનો ઉચ્છેદ કરવા જેવું થયું. જગતના લોકો બીજું માને તેથી બીજું ન થાય. આ લોકોત્તર માર્ગની એટલે કે અપૂર્વ આત્મતત્ત્વની યથાર્થ પ્રતીતિ થવી મહા દુર્લભ છે. વસ્તુસ્થિતિ સમજો. ફરીને આવો વખત નહિ મળે. આત્માની યથાર્થ વાત જ્યાંત્યાં સાંભળવા મળતી નથી. અનંત ભવમાં જે ન સમજાયું તે અપૂર્વ તત્ત્વ સમજવાનાં અપૂર્વ ટાણાં છે. મનુષ્યપણું અનંતવાર પામ્યા છતાં આ વાત કેમ ન સમજાણી? એ ઉપરથી વિચારો કે જે અનંત કાળમાં ન સમજાયું તે સમજણ કંઈક મોંઘી હશે. જેનું વિસ્મરણ અનાદિ કાળથી ચાલ્યું આવે છે તેનો પરિચય કરવામાં થોડો કાળ ગાળવો પડે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #311 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૮૫ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦] છે. જે કંઈ ભૂલ થાય છે તે પોતાના સ્વરૂપમાં જ ભ્રમ થવાથી થાય છે, તે ભૂલ એની મેળે ટળવાની નથી. સ્વભાવનું ભાન કરે તો તે ટાળવી અશક્ય નથી. આત્માનો લોકોત્તર માર્ગ, બહારથી જ મનાયો છે તેનાથી જુદો છે. મનુષ્યભવ પામીને આત્માનું યથાર્થપણું સમજે તેને ભવનો અભાવ થાય. સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તેવો પુરુષાર્થ ન કરે તો અનંતકાળમાં ફરી મનુષ્યપણું મળવું મુશ્કેલ થઈ પડશે. ઘણાને આ તત્ત્વની વાત કાને પડવી પણ દુર્લભ છે, તેમાં કદાચ સાંભળી અને તેનો વિરોધ આવ્યો અથવા તત્ત્વની અરુચિ થઈ તો તે મનુષ્ય જેવી રીતે કાગડા, કૂતરા, કીડી, મકોડા મરી જાય છે તેમ (તે કદાચ લોકમાં મોટો કહેવાતો હોય છતાં) એક દેહ છોડીને બીજા દેહોમાં રખડવાની દૃષ્ટિએ તે પામર જીવોની સમાન જ છે. કોઈ માને છે કે ઈશ્વર પાસે રોજ ભક્તિ કરીએ તો દુઃખ ટળે. “હે પ્રભુ! તું દયાળું છે, મારા ઉપર દયા કરજે.” એમ જે ઈશ્વરને કણાવાળો માને છે તેણે ઈશ્વરનું સ્વરૂપ જાણ્યું નથી. જેને પોતાના સ્વરૂપનું ભાન છે અને જાણે છે કે ઈશ્વરમાં ઇચ્છા, દયા-રાગ-વિકલ્પ નથી, તે એમ સમજીને ભક્તિ કરે છે કે હું તો તેમના નિર્દોષ વીતરાગ સ્વભાવનું બહુમાન કરું છું, અને ઉપચારથી પ્રભુને કરુણાવંત કહું છું, મારે કંઈ ઈશ્વર પાસેથી મેળવવાનું નથી. હું પણ પૂર્ણ ઈશ્વર જેવો જ છું, એમ સમજીને પોતાની અધૂરી દશાને પૂર્ણ કરવાનો પુરુષાર્થ સ્વરૂપભક્તિવડે કરે, તેમાં તે પૂર્ણ વીતરાગી ઈશ્વરનું બહુમાન આવી જાય છે. સાચા ન્યાયથી જુઓ તો બધાય આત્મા અને ઈશ્વરનો એક સરખો સ્વભાવ છે, વ્યક્તિરૂપે બધાય જુદા જુદા છે. જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ (જુદાઈ ) માનતાં અનેક દોષ સંભવે છે. બન્ને ચૈતન્યસ્વભાવથી એક સરખા છે તેથી તે બન્ને સમાન ધર્મના કર્તા થયા, તેમાં ઈશ્વર જગતની રચનામાં કાર્ય કરે અથવા કર્મના ફળદાતા થાય, અને શુદ્ધ મુક્ત પણ ગણાય એ બેઉ વિરોધ છે, શુદ્ધ સ્વભાવમાં ભેદ પડે છે. આત્મા અને પરમાત્મા ચૈતન્યપણે સરખા છે. જો ઈશ્વર પુણ્ય-પાપનું ફળ આપવા સંબંધી અનંત દેહાદિ રચવાનું કાર્ય કરે તો શું દોષ આવે તેનો વિચાર કરીએ તો, એક જીવ જ્યારે રાગાદિ કે પુણ્ય-પાપનો ઉપાધિભાવ કરવા વડે એક જ દેહ કરે છે ત્યારે તે સંસારી ઠરે છે; અને ઈશ્વર અનંત દેહાદિનો કર્તા થાય તે શું સંસારી ન કહેવાય? આત્માનો સ્વભાવ જ્ઞાન છે અને સૌ જીવ પોતપોતાના ભાવના કર્તા છે, દરેક આત્મા સ્વતંત્ર છે, તેમ ન માનવું અને જીવ પુણ્ય-પાપ કરે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરની જરૂર પડે એ માનવું તે ન્યાયથી સાચું નથી. આ ન્યાય જે ન સમજે અને પોતાના આગ્રહમાં રોકાય, અને કહે કે મારે એવી વાત માનવી નથી, તો તેને અનંત જ્ઞાની પણ પરાણે સમજાવી શકે નહિ. સર્વજ્ઞ પ્રભુ તીર્થકર ભગવાન ધર્મસભામાં જાહેર કરે છે કે જગતના બધા જીવો સ્વતંત્ર છે, દરેક “જીવ એક અખંડ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય પણ સંપૂર્ણ છે.” આ માનવાની જે ના પાડે તે રખડવાનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #312 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા કામી છે. જે વાત (આત્મસ્વરૂપનો સાચો ન્યાય) અનંત જ્ઞાની સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા કહી ગયા છે તે જ વાત શ્રીમદ્ રાજચંદ્ર પણ કહી ગયા છે. વાણી વડે આત્માનું વર્ણન પૂરેપૂરું કેમ થાય? તેઓએ કહ્યું છે કે – “જે સ્વરૂપ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે?” અનંત જ્ઞાનબળથી એકેક આત્મા પૂર્ણ છે. સ્વતંત્ર છે તેનું વર્ણન વાણીથી શું કહેવું? સમજનાર અંતરથી તેનો આશય-પરમાર્થ સમજી લે. “તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો; અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” સર્વજ્ઞ પરમાત્મા ન હોઈ શકે એવી શંકાવાળા જે જીવો છે તેને આત્માની એક પણ સાચી વાત અંતરમાં બેસવી કઠણ છે. અનંત જ્ઞાનીઓ જે સ્વરૂપને પોતાના અનુભવથી કહી ગયા છે તેનો આશય-ઊંડું રહસ્ય સમજનારા કોઈ વિરલા જ ભાગ્યશાળી હોય છે. જે પાત્ર હોય તે સમજી લે. જ્ઞાની તો પોતાનું કાર્ય પૂરું કરી પોતાનામાં સમાઈ ગયા. કોઈ કોઈને પરાણે સમજાવી દે કે મોક્ષ આપી દે એમ નથી. એમ જ થતું હોય તો બીજો તેને નરકમાં ધકેલી દે. તેને જે કોઈ કહે તેનું સાચું જ માનવું પડે તો તેનું જીવદ્રવ્ય સ્વાધીન ન રહ્યું, બીજાને આધીન થયું પણ તેમ નથી. દરેક જીવ સ્વાધીન છે. ઊંધો પડ્યો પણ જીવ સ્વાધીન છે, સવળો પડયો પણ જ્ઞાનદશામાં સ્વતંત્ર છે. અહીં કહેવું છે કે સંસારી જીવ-અજ્ઞાની જીવ થોડો રાગ-પુણ્ય-પાપ કરે તેને એક દેહમાં રહેવાનું કાર્ય થાય તેને બંધવાળો કહેવો, અને ઈશ્વર અનંત દેહોનું કાર્ય કરે, ફળ આપે તેને મુક્ત અને શુદ્ધ કહેવો તે કેમ બને? માટે ઈશ્વરને પુણ્ય-પાપનાં ફળનો દેવાવાળો માનવો તે સંસારી જીવો કરતાં પણ અધિક ઉપાધિવાળો માનવા બરાબર છે. લોકોને તત્ત્વની વિચારણાનો અવકાશ લેવો નથી, તેથી, કંઈ કંઈ માન્યતા ધારી લે છે; પણ યથાર્થ વિચાર કરવો જોઈએ. વિરોધ રહિત તત્ત્વ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી રાગરહિત થવાનો પુરુષાર્થ થઈ શકે નહિ. જેને પોતાનામાં કંઈ માલ (સામર્થ્ય) જણાતો નથી તે “ઈશ્વર ફળ આપનાર છે' એવી કલ્પના ઊભી કરે છે. [ તા. ૭-૧૧-૩૯. 20 મી ગાથા ચાલે છે. ] આત્મા અને ઈશ્વરનો સમાન ધર્મ છે તે વિશેના પ્રશ્નમાં કાલે એમ કહેવાયું કે સંસારી જીવ એક દેહ મળે એટલાં પુણ્ય-પાપ કરે છતાં બંધવાળો અને ઈશ્વર ઘણા દેહનાં કાર્ય કરે, ફળ આપે છતાં મુક્ત કહેવો, શુદ્ધ કહેવો તે પ્રત્યક્ષ વિરોધ છે. વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તો પણ વિરોધ આવે છે. ઈશ્વર એટલે જેના આત્માની શક્તિનો પૂર્ણપણે વિકાસ થયો હોય તે. લોકોની સમજણમાં ઘણો ફેર છે. જગતનો ઘણો વર્ગ ઈશ્વરને કર્તા અને ફળદાતા માને છે. એક માને તેમ બીજો માને, એવી પરાધીન માન્યતાથી ચલાવી લે છે. જે જીવ મુક્ત થાય તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #313 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૮૭ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૦] શુદ્ધ ચૈતન્યરૂપ ગણીએ અને વળી ઈશ્વર ખાસ પ્રકારનો સત્તાવાન માનીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને ઈશ્વરમાં જુદાઈ જોઈએ, પણ તેમ હોઈ શકે નહિ. ફળ આપવાનું કાર્ય તો રાગનું કાર્ય છે અને ઈશ્વર રાગવાળો હોય તો તે ઈશ્વર ન કહેવાય ઈશ્વરને શુદ્ધ ગણીએ અને કર્મનો ફળદાતા ગણીએ તો મુક્ત સ્વરૂપ એવા દરેક જીવથી પણ તે કાર્ય થવું જોઈએ. ઈશ્વર રાગ અને ઇચ્છા રહિત છે. છતાં તે કાર્ય કરી શકે એમ માનનારે પોતાના આત્માને સ્વાધીન માન્યો નથી. અહીં એમ કહેવામાં આવે છે કે પરનું કાર્ય સંસારી જીવ કરે તો તેને બંધવાળો કહેવાય, અને મુક્ત જીવથી પણ પરનું કાર્ય થાય એમ કહો તો તેને સંસારી માન્યો. સંસારનાં કાર્યો ઈશ્વર કરે તો તે ઉપાધિવાળો થયો, ઈશ્વર એટલે શુદ્ધ સ્વભાવરૂપ નિર્મળ આત્મા, તેની ઓળખ થયા વિના પોતાના સ્વરૂપને અન્યથા માનવાપણું જ રહે છે. જે જડ કર્મનાં કાર્ય છે તે ઈશ્વર કરે એમ ઠરાવનાર પોતે જ અજ્ઞાન દષ્ટિવાળો છે. પાપની ભીડ ટાળવાની વિનંતી ઈશ્વર ઉપર જે નાખે છે તે આકાશના પુષ્પની આશા રાખે છે. ઈશ્વર છે પણ તેનું સ્વરૂપ શું છે તે સમજો. ભગવાન પરમાત્મા તો નિર્મળ જ્ઞાનાનંદ, શુદ્ધ, અસંગ છે, તેને ઉપાધિવાળો માનવો તે ઈશ્વરપણામાં સંસારીપણાનું આરોપણ છે. જીવ પોતે ભૂલ કરે તેથી પાપના ઉદયે બહારની અગવડતા ઊભી થાય. તે ટાળવા ઈશ્વર આવે તે વાત કેમ બને? પોતે સમતા રાખે અને પુણ્યનો ઉદય થતાં તે અગવડતા ટળે, પણ ઈશ્વરે ભીડ ભાંગી એમ માનવું તે અજ્ઞાન છે. લોકો પૂર્ણ સ્વરૂપને-ઈશ્વરને પોતાના ગજે કહ્યું છે. ઈશ્વરને ફળદાતા જે માને છે તેણે પોતાને પરાધીન માન્યો છે. તે માન્યતાવાળો જીવ સ્વાધીનતાનો પુરુષાર્થ કેમ કરી શકે ? લોકો કહે છે કે જગતકર્તા ઈશ્વરને જૈનધર્મવાળા માનતા નથી, પણ જે શુદ્ધ હોય તેને ઈશ્વર માનવા કે ઉપાધિવાળાને ઈશ્વર માનવા? ઘણા લોકો ઈશ્વરને કર્તા અને ફળદાતા માને છે તેથી શું સાચું નહોય તે સાચું થઈ જતું હશે? ન્યાયથી જે ઘટે તે સાચું માનવું. ઘણા લોકો અમુક પ્રકારે માને છે તેથી મારે તેને સાચું માનવું તે ન્યાય નથી, પોતાને પૂર્ણ નિરૂપાધિક મુક્ત થવું છે, પણ છે તેવું યથાર્થ માનવું નથી, તો તેનાથી સ્વાધીનતાનો પુરુષાર્થ પણ કેમ થઈ શકે? જો ઈશ્વરને સંસારી કાર્યોનો કર્તા ઠરાવો એટલે કે ઈચ્છાદિવાળો અશુદ્ધ ઠરાવો તો ત્યાં વીતરાગતા તથા સર્વજ્ઞતાનો ગુણ સંભવે નહિ. દેહધારી સર્વજ્ઞ ભગવાનને જગત નિયંતા ઈશ્વર માનીએ, તો પછી કર્મફળદાતારૂપ વિશેષ સ્વભાવ ઈશ્વરમાં કયા ગુણોને લીધે માનવા યોગ્ય છે? અહીં એટલો સ્વીકાર તો થાય છે કે દેહ રહિત ઈશ્વર તો સર્વ ઉપાધિના સંયોગથી રહિત છે અને તે પરનું કંઈ કરી શકે નહિ. પણ એ પ્રશ્ન રહે છે કે દેહધારી-અવતારી પુરુષ સર્વજ્ઞ ઈશ્વર હોય તો? દેહધારી સર્વજ્ઞને વાણી, મન, ઇન્દ્રિય વગેરે છે તેથી તે જગતને આજ્ઞા કરીને વ્યવસ્થા સૂચવતા હોય તો તે પણ અશકય છે, કેમ કે ફળ આપવાનું કામ રાગરહિતને હોય નહિ. વળી તે દેહધારીપણાથી મુક્ત થયા પછી એટલે દેહ રહિત થયે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #314 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કર્મફળદાતાપણું કોણ કરે ? તેથી કર્મફળદાતાપણું માનીએ તો પૂર્ણ શુદ્ધ ૫૨માત્મસ્વભાવ એવા ઈશ્વ૨૫ણાને ઉથાપવા જેવું થાય. જગતમાં સર્વ જીવો શક્તિએ ઈશ્વર છે; તેમાંથી પુરુષાર્થવડે અશુદ્ધતા ટાળીને જેટલા જેટલા ઈશ્વર થયા તે બધાને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય વગેરે ગુણો પ્રગટેલા છે. તદ્ન નિરાકુળ-શાંત, શાશ્વત, સ્વાધીન, અસંગદશા પ્રગટી હોય તેમને ઉપાધિવાળા માનવા તે ન્યાય નથી. આવો શુદ્ધ નિર્દોષ આત્મા દરેક જીવ શક્તિપણે છે એમ પ્રથમ માનવું પડશે. આત્માનું જે યથાર્થ સ્વરૂપ છે તેની કોઈ કાળે પણ અજ્ઞાની જીવોએ હા પાડી નથી, એટલે કે સત્ય સ્વરૂપની ના પાડવામાં અનંતકાળ વીત્યો છે. એક સેકન્ડ પણ દેહાતીતપણું અસંગન્નાયકપણું માનીને સ્થિર થવાનું સ્વાધીન જ્ઞાનબળ કબૂલ્યું નથી એટલે કે જ્ઞાનસ્વભાવમાં ઠર્યો નથી, તેને મોક્ષસ્વરૂપની બેદ, અતીન્દ્રિય આનંદરૂપ શાંતિ મારામાં છે એવો નિરૂપાધિકતાનો ખ્યાલ કેમ આવે? એ જીવોને પૂર્ણાનંદ સહજસ્વરૂપ કેમ સમજાય? જે જીવ પોતાના અનંત સામર્થ્યની-શાશ્વત સ્વાધીનતાની હા પાડે અને હું સ્વાધીન પૂર્ણ ઈશ્વ૨ જેવો જ છું એવો અભિપ્રાય નક્કી ક૨વાની ધી૨જનું અપૂર્વ જ્ઞાનબળ લાવે, તથા અંતઃતત્ત્વની પૂર્ણતાને પામી શકું, એવી મારી મુક્તદશા તના સ્વાધીનપણે હોઈ શકે છે એમ હા પાડે તે ભવિષ્યમાં પોતે મુક્ત થઈ શકે. કોઈ કહે કે હમણાં કંઈ પ્રત્યક્ષ થાય નહિ પણ ભવિષ્યમાં આનંદ ભોગવશું, તો તેવું હોય નહિ. હું પૂર્ણ જ છું, આવો જ છું, એમ સહજ સ્વભાવની હા પાડે અને અંદરથી તેનો વિચાર લાવે કે હે સર્વજ્ઞ ! હે પ્રભુ ! જેવો તું એવો હું છું, અને હું પૂર્ણ થઈ શકું છું, એમ પોતાની જાતને તેની સાથે સ૨ખાવે તો પોતે પણ તેવો થઈ જાય. અનંત કાળથી પોતાને ઊણો, હીણો અને વિકારી માન્યો હતો. અને ઈશ્વરને પણ ભ્રમબુદ્ધિથી ઉપાધિવાળો માન્યો હતો, તે ભૂલવાળી માન્યતા ટાળીને જીવે શુદ્ધ ૫૨માત્માની ઓળખાણ યથાર્થપણે કરી કે હું અને ૫૨માત્મા સ્વભાવે સ૨ખા છીએ, તેની સહજ હા આવી કે આ આમ જ છે; તે ઈશ્વરની યથાર્થ પ્રભુતાનો નિર્ણય ક૨ના૨ હોવાથી પોતે પ્રભુ થઈ જવાનો છે. તેની સાક્ષી અને તે જાતનો અતીન્દ્રિય આનંદ વર્તમાનમાં પણ અલ્પ અંશે અનુભવમાં આવી શકે છે. લોકો બહા૨થી બીજું માની બેસે છે, પણ આ સાચી વાત સમજ્યા વિના ગમે તેટલાં વ્રત, તપ, ચારિત્ર પાળે, પુણ્ય કરે છતાં સૌ સાધન બંધનરૂપ થાય છે. પોતાની ઊંધી માન્યતા મુજબ ધર્મ માને છે, શાસ્ત્ર વાંચે તોપણ પોતાની સ્વચ્છંદ કલ્પના પ્રમાણે આત્માનું એટલે પૂર્ણ મુક્ત શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ કલ્પે છે. જે પુણ્યાદિ ૫૨પરિચયથી ધર્મ માનતો હોય છે તે કાં તો ઈશ્વરને જગતની વ્યવસ્થાનો કર્તા માનતો હોય છે અગર તો પુણ્યથી ધર્મ માનતો હોય છે, એટલે કે પુણ્ય કરીશ તો પરંપરાએ મારો મોક્ષ થશે, એમ માનનારા ઊંધા માર્ગે છે. મારા ચૈતન્યમાં પૂર્ણ શુદ્ધ આત્મધર્મ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #315 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૨૮૯ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૧] ભર્યો છે, એવા ભાન વિના પરનિમિત્ત પર આધાર રાખનાર જીવો ક્રિયાકષ્ટ કરીને મરી જાય, છતાં અંશે પણ ધર્મ ન થાય, તામલી તાપસનું દૃષ્ટાંતઃ- તે તાપસે મહાતપ કરવા છતાં ભગવાને કહ્યું કે તે ધર્મી નથી પણ પાપી છે; કારણ કે તેને અંદર મહાપાપ મિથ્યાત્વરૂપી શલ્ય પડ્યું હતું. પુણ્યાદિ કંઈ નિમિત્ત હોય તો તેનાથી ધર્મ થાય. અનાદિથી જીવને વ્યવહારનો પક્ષ ટાળવાનો પુરુષાર્થ કરવાની રુચિ થતી નથી. હું કેવળ જ્ઞાનમાત્ર છું, મારું જ્ઞાનબળ મારામાં જ છે, જ્ઞાન મારું કર્તવ્ય છે, એટલે કે જ્ઞાન સિવાય બીજું કાંઈ મારું કર્તવ્ય નથી, એવી હા પાડતાં તો જીવોને ઘણું જોર પડે છે. તામલી તાપસે સાઠ હુજાર વર્ષ તપ કરેલ છતાં તેને બાળતપ કહ્યો છે અને અજ્ઞાનીમાં ગણ્યો છે. ત્યારે ભરત ચક્રવર્તી અને શ્રેણિક રાજાને રાજ્ય કરવા છતાં મહાન પવિત્ર ધર્માત્મા કહ્યા. આ જીવનું વીર્ય તો જુઓ! લોકોએ બાહ્ય દેષ્ટિથી ધર્મની કલ્પના કરી છે; ધર્માત્મા ગૃહસ્થ હોય તેની પાસે રૂપીઆ, સ્ત્રી, ઘર, વગેરે પદાર્થો દેખાય છતાં તેને બંધન નથી. જેને શુદ્ધ આત્મસ્વભાવનું ભાન થયું તેને છન્ને હજાર સ્ત્રીઓનો યોગ હોવા છતાં સંગ જ નથી. પોતે આત્મસ્વરૂપમાં સ્થિત છે. જોડે રહેલા સંગને ન દેખો; અને સ્ત્રી વગેરે ત્યાગીને જંગલમાં નગ્ન થઈને બેઠો તે ઉપર ન જુઓ, મધ્યસ્થ રહી પરીક્ષા કરો, “ચૈતન્યરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો”. આત્મજ્ઞાની ધર્માત્માનું લક્ષણ બહારથી ન દેખાય. આત્મા એક પરમાણુનો પણ કર્તા નથી. જ્ઞાની ધર્માત્માને એમ વિકલ્પ આવે કે હું મુનિ થાઉં, નિગ્રંથ થાઉં, પણ એ વિકલ્પનો તે સ્વામી થતો નથી. શ્રીમદ્ રાજચંદ્ર ઝવેરાતની દુકાન ઉપર બેઠેલા દેખાતા હતા છતાં ક્ષણે ક્ષણે મોક્ષ સમીપ જતા હતા. લોકો બહારથી દેખે તો બીજું દેખાય. ગૃહસ્થવેશમાં જ્ઞાનીને ઓળખવા બાહ્યદેષ્ટિ જીવોને મુશ્કેલ પડે છે. પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિ જ્ઞાની કેમ ઓળખાય? ઉત્તર :- એને દેખવાવાળો દેખી શકે. આત્મજ્ઞાની તો લોકોત્તર પુરુષ છે, તેને ઓળખવાની રીત જુદી છે, કોઈ ચાર આનાની મજુરી કરતો હોય તેને પાંચ હજારની લોટરીનું ઇનામ આવે તો તેને મજુરી કરવાનો ભાવ ન થાય, તેના ભાવમાં અને વિચારમાં પરિવર્તન થઈ જાય. તેમ આત્મજ્ઞાની પુરુષનું અંતર સંસારભાવથી મુક્ત જ રહે છે. દષ્ટિ ફર્યા વિના ધર્માત્માની ઓળખાણ ન થાય. આત્માનું યથાર્થ ભાન હોય તેને અંતરમાં બળવાન વિવેક વર્તે છે, સ્વ અને પર વસ્તુને તેના લક્ષણથી ભિન્ન જાણે છે, અંતરંગમાં નિર્દોષ દૃષ્ટિ છે. હું પૂર્ણ શુદ્ધ સચ્ચિદાનંદ પરમાત્મા છું. પુણ્યાદિ તથા દેહાદિના રાગરહિત શુદ્ધતાનો ભાવ જ્ઞાની સદાય જાળવી રાખે છે, એવો ધર્માત્મા ગૃહસ્થવેશમાં હોય તેની દશાનું ઓળખાણ સામાન્ય જીવને થવું કઠણ છે. લોકો માને છે કે અમે સત્ય બોલીએ, બ્રહ્મચર્ય પાળીએ, દયા-પરોપકાર વગેરે કરીએ તો એનાથી ધર્મ થાય, એમ જગતને પુણ્યભાવથી અને દેહની ક્રિયાવડે કલ્યાણ કરવું છે, પણ અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ જે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #316 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૦] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ભગવાન આત્મા તેની ઓળખાણ તો કરવી નથી. બંધનભાવથી મને ગુણ થશે એમ માનવું એ મિથ્યાભાવ છે. અનાદિથી પોતાનું સ્વરૂપ જ વિપરીતપણે મનાયું છે. સ્વભાવની ભૂલ તે ધર્મની ભૂલ, ધર્મની ભૂલ તે અસત્નો આદર, એટલે સંસાર અને સંસારનાં કાર્યોનો પ્રેમ છે. તે અવળી માન્યતાને સમજીને ટાળ્યા વિના સાચું હિત કેમ સમજાય? શરીરની વ્યવસ્થા આમ રાખીએ તો વાંધો ન આવે, અમે આને આમ કર્યું, અમે સંસારને આમ સુધારી શકીએ, અમે જ આમ કરી શકીએ કેમ કે અમે સમાજસુધારક છીએ. વગેરે પરનાં કાર્યો જાણે મારાથી જ થતાં હોય, એમ જે અભિમાન કરીને હરખાય છે તેને કોઈ સાચા તત્ત્વના સ્વભાવની વાત કરે તો ઝટ ન સચે. શ્રીમદે કહ્યું છે કે, જીવે જગતના અભિપ્રાયો ઉપરથી પદાર્થનો નિર્ણય કર્યો છે, પણ જ્ઞાનીને ઓળખીને તેમના અભિપ્રાય ઉપરથી એકવાર પણ આત્માનો નિર્ણય કર્યો નથી. જે દેહનું કાર્ય છે તેને આત્માનું કાર્ય માનવું તે મહા અજ્ઞાન છે. તેનાં કારણો આગળ ઘણીવાર કહેવાયાં છે. ૮૦ અહીં શંકાકાર ઊંડાણથી વિચાર કરીને તર્ક કરે છે કે :-- ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહીં હોય; પછી શુભાશુભ કર્મના, ભોગ્યસ્થાન નહીં કોય. ૮૧. એવો ફળદાતા ઈશ્વર નક્કી ન થાય તો જગતનો કોઈ નિયમ ન રહે, અને પુણ્ય-પાપનાં ફળ ભોગવવાનાં સ્થાનક પણ ન કરે, તો પછી જીવને કર્મનું ભોકતૃત્વ કયાં રહ્યું? આ પ્રમાણે શંકા પડે છે માટે તેના સદુપાયની માગણી કરે છે. ૮૧. [ તા. ૮-૧૧-૩૯] કર્મનો ભોક્તા જીવ નથી, તે શંકાનું સમાધાન હવે અહીં શરૂ થાય છે. જીવને પોતાની ભૂલથી કરેલા અધ્યવસાયથી કર્મનું ભોક્તાપણું છે, એમ બતાવવા સદ્ગુરુ કહે છે કે - ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફૂરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨. પ્રશ્ન :- ભાવકર્મ એ શું છે? ઉત્તર :- આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ છે તેને ભૂલીને રાગ-દ્વેષનો વિકાર મારો છે એમ માનવું, રાગરૂપ રહેવું તે ભાવકર્મ છે. આત્માની વિકારી અવસ્થારૂપ ભૂલનું નિમિત્ત પામીને કર્મજ ચોંટે તે દ્રવ્યકર્મ છે; એ રીતે દ્રવ્યકર્મનું નિમિત્ત જીવના રાગ-દ્વેષ છે. જીવના રાગ-દ્વેષ તે અશુદ્ધ અવસ્થાદેષ્ટિએ જીવનું ભાવકર્મ છે. આઠ કર્મો તો ઝીણી ધૂળ છે, તે નિમિત્ત છે. અહીં એમ કહેવું છે કે જો જીવ ત અસંગ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #317 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૨] [ ૨૯૧ અને શુદ્ધ જ હોય તો કર્મરજનું અને રાગાદિનું પરસ્પર નિમિત્તપણું પણ ન હોય. જીવની વિભાવરૂપ દશા છે ત્યાં જ ઘાતિક-મોહકર્મ નિમિત્ત છે. શુભ-અશુભ, પુણ્ય-પાપની અવસ્થામાં જીવ મારાપણાની ભ્રાન્તિ કરે છે; હું રાગ-દ્વેષી છું એમ માનવાની ભૂલ કરે છે; નિર્દોષ શાંતસ્વરૂપ જ્ઞાતાદ્રષ્ટા તે હું નહિ, પણ શુભ-અશુભ વૃત્તિ તે હું અને દેહાદિનાં કાર્ય હું કરી શકું છું એમ માનતો પરવસ્તુમાં રાગદ્વારા જોડાય છે એટલે જીવને મિથ્યાત્વકર્મના ઉદયમાં જોડાવાથી મિથ્યા અભિપ્રાયનો સદ્ભાવ હોય ત્યાં સુધી પોતાના જ્ઞાનગુણમાં ઊંધાઈ થાય છે. આત્માનો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ છે તે ભૂલીને પુણ્ય-પાપ, રાગાદિમાં અને દેહાદિમાં સુખબુદ્ધિ તથા પરમાં કર્તાબુદ્ધિ થવી તે ભ્રાંતિ છે; તે જીવનો અવગુણ છે, તે કાંઈ જડનું કાર્ય નથી, અજ્ઞાનપણે પોતાની શાંતિને ભૂલીને જડભાવમાં અટકયો તે અજ્ઞાનરૂપ ભાવકર્મ છે. નિમિત્તમાં પોતાની ક્યાતી માનવારૂપ ઊંધી શ્રદ્ધા તે ચેતનનો વિકાર છે. એ સ્વરૂપની ભ્રાંતિ છે માટે તે ચેતનરૂપ છે, છતાં તે ચેતનનો નિત્ય સ્વભાવ નથી; કારણ કે ભાનવડે તે દોષ ટળે છે. રાગ-દ્વેષનો વિકાર મારો છે, એમ માન્યો તેણે પરભાવવાળો પોતાને માન્યો છે; ગાથા ૧૧૫, ૧૧૬, ૧૧૭માં સાચી દૃષ્ટિનું કથન આવશે કે સ્વરૂપમાં મળ, મેલ રાગાદિ ઉપાધિ નથી. ઊંધો પડીને પાંચ ઇંદ્રિય દેહાદિ અને વિષયભોગોમાં સુખબુદ્ધિવડે જેણે ભાવકર્મને પોતાનું માન્યું તે પોતાને પરરૂપ માને છે. જેઓ પાપને જ અહિત માની પુણ્ય-શુભરાગને કરવા જેવો માને છે તે રાગને પોતાનો માને છે, તે પરને નિજરૂપ કરે છે. ચેતનની વિકારી માન્યતા તે પોતાની ભ્રાંતિ છે, તેનું નામ દર્શનમોહ છે. જીવમાં જે વીર્યશક્તિ છે તે ભ્રમણાને અનુસરીને પુણ્ય-પાપરૂ૫ શુભ-અશુભ અધ્યવસાયમાં જોડાય છે. “કર્તાનું ઇષ્ટ તે કર્મ”. જીવે જેમાં પોતાપણું કલ્પેલું છે તેમાં જીવનું વીર્ય ફૂરાયમાન થાય છે. જે ઠીક માન્યું તેમાં તેણે વીર્યને રોકયું. “રુચિ અનુયાયી વીર્ય', જેની જેમાં રુચિ તેનું તેમાં અટકવું થાય છે. જેમાં ઈષ્ટપણું મનાયું તેમાં તેનો પુરુષાર્થ થાય છે. પૂર્વ કર્મના ઉદયમાં જોડાવાથી જીવની વિભાવરૂપ દશા થાય છે. અજ્ઞાની દેહાદિની જે ક્રિયા થાય છે તેને હું કરું છું એમ માની રાગમાં એકતા કરે છે, જેમ લોઢાનો તપાવેલો ગોળો પાણીને પકડી લે છે તેમ જીવ રાગ-દ્વેષથી રંજાયમાન થતાં નવીન કર્મજ તેના ક્ષેત્રમાં આવે છે; એટલે જૂનાં કર્મનાં ઉદયનું નિમિત્ત અને જીવના રાગનું નિમિત્ત એ બે નિમિત્તનો યોગ થતાં નવીન કર્મ એક ક્ષેત્રમાં બંધપણું પામે છે. નાવમાં છિદ્ર હોય તો જળને અંદર પેસવાની યોગ્યતા છે, અને તે નાવમાં પાણી ગ્રહણ કરવાની યોગ્યતા છે તેથી પાણીનું આસ્રવણ થાય છે. જીવમાં પરને ગ્રહણ કરવાનો સ્વભાવ નથી પણ પર્યાયમાં તેવી યોગ્યતા છે. જ્યાં સુધી જીવની ભૂલ છે ત્યાં સુધી જીવની તે યોગ્યતા છે. જડ સ્વયં જીવને રાગ-દ્વેષરૂપ ભાવની ભૂલ કરાવતું નથી, જડમાં પ્રેરણાદિ ધર્મ નથી, પણ અજ્ઞાનપણે-જીવની ભૂલના કારણે જડ રજકણો ચોંટયાં છે. અહીં જીવ કર્મને ગ્રહણ કરે છે તે નિમિત્ત (ઉપચાર, વ્યવહાર) નું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #318 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વચન છે. જીવનું વીર્ય જ્ઞાનમાં અસ્થિર થાય છે. ૭૯ મી ગાથામાં આશંકા હતી કે “શું સમજે જડકર્મ કે ફળ પરિણામી હોય.” ફળનો દેનારો થાય તેને જીવ કેમ ભોગવે છે તે સમજાવે છે. ભૂલ અને આવ૨ણની જાત જુદી છે; ભૂલ થવી તે ચેતનાનો વિકા૨ છે, અને આવરણનું જવું અને આવવું, ગળવું અને મળવું એ પુદ્ગલનો સ્વભાવ છે. પુદ્ગલનો બંધસ્વભાવ છે, જીવનો મુક્ત સ્વભાવ છે. પુદ્ગલની દરેક અવસ્થા તેના ઉપાદાનના કા૨ણે સ્વતંત્રપણે થાય છે, છતાં જીવનું નિમિત્તપણું છે, જીવ પોતાની શુદ્ધ સત્તાનો અજાણ થયો થકો પુણ્ય-પાપ, રાગાદિ દેહાદિનો કર્તા થાય છે, તેના લક્ષણને (ગુણને) પોતાનો ગુણ માને છે, તેનું કાર્ય પોતાનું માને છે. રાગ દ્વારા જીવ માન કરે છે, ત્યારે સૂક્ષ્મ જડ રજકણો તેનું નિમિત્ત પામીને સ્વયં બંધપણું પામે છે. જડના ૨જકણોનો જથ્થો જાનાં કર્મ સત્તામાં રહેલાં છે તેની સાથે બંધરૂપ થાય છે. જીવની જેટલી રાગદ્વેષરૂપ અજ્ઞાનદશાની ભૂલ થાય તેટલા જ પ્રમાણમાં નવી કર્મ-૨જ આવીને ચોંટી જાય છે. જેમ સૂર્યનું નિમિત્ત પામીને મેઘ (વાદળ ) રંગબેરંગી કાચબીપણે-મેઘધનુષપણે પરિણમી જાય છે, તેમ જીવ રાગરૂપ હું છું એમ માને અને પોતાના જ્ઞાનમાં અસ્થિર થાય ત્યારે કર્મ થવાની યોગ્યતાવાળા રજકણો સ્વયં આવીને બંધાઈ જાય છે, એવો જ્ઞાનમાં સ્વતંત્ર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, પણ કોઈ કોઈના કાર્યનો કર્તા નથી. ૮૨ હવે ભોક્તાપણું જણાવતાં કહે છે કે : ઝેર સુધા સમજે નહિ, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩ સાદો અને સહેલો દાખલો જગતને ઝટ ગ્રાહ્ય થાય એવો આવી સમજાવ્યું છે. ઝેર અને અમૃત, અફીણ અને મેવા-મીઠાઈ એ તો જડ પદાર્થ છે. તે પોતે સમજતા નથી કે અમે ખાનારને મૃત્યુ અથવા દીર્ઘાયુ આપીએ. પણ તેનો સ્વભાવ એવો જ છે કે તેને ગ્રહણ ક૨ના૨ને તેનું ફળ થાય છે, તેમ જીવમાં શુભ-અશુભ કર્મ પણ એની મેળે પરિણમીને ફળ સન્મુખ થઈ જાય છે, તે વખતે જીવ માને છે કે મેં સ્વાદ લીધો. જીભ તો રૂપી જડ છે, ચેતન અરૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ તે પુદ્ગલના ગુણ છે. પુદ્ગલનો મીઠો સ્વાદ જાણતાં, ચેતન ભગવાન સ્વાદરૂપ થઈ જતો નથી. કડવાશ-ઝેર ખાતાં ઝેરમય થઈ જતો નથી, છતાં અજ્ઞાની માને છે કે મેં ખાધું, મેં ભોગવ્યું, એમ પોતાના જ્ઞાનમાં સુખ-દુઃખ ભોગવવાની માન્યતા કલ્પે છે. જીવ ૫૨ને ભોગવે છે એ નિમિત્તની ઉપચારની ભાષા છે. જેમ નાનો દીકરો લાકડીનો ઘોડો કરીને ચાલવાના રસ્તામાં રમત કરતો હોય તેને તેનો બાપ કહે કે તારો ઘોડો દૂર રાખ, તો છોકરો સમજી જાય છે કે આ લાકડી મારા પિતા મને દૂર કરવાનું કહે છે, તેમ પિતાના કથનનો આશક બાળક સમજી જાય છે. પણ જો પિતા તેને ચોખ્ખું સંભળાવી દે કે તારી લાકડીને માર્ગમાંથી Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #319 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૩] [૨૯૩ દૂર કર તો બાળકને ન ગમે. તેમ અહીં જીવને કર્મનો કર્તા-ભોક્તા કહ્યો છે, એ નિમિત્તના આરોપથી ઓળખાવવા માટે કહ્યો છે. જીવ પોતે અરૂપી જ્ઞાનમાત્ર છે, જ્ઞાનનો જ તે કર્તા છે. પરને કરતો નથી, કે ભોગવતો નથી. ઝેરનો કોળિયો કે અફીણનો કટકો અથવા મીઠા લાડુનો કટકો જ્યારે મોઢામાં મૂક્યો ત્યારે જીવે જાણું, પેટમાં ગયો તે જાણ્યું અને વિષ્ટા થઈ તે પણ જાણ્યું. રાગી જીવ તેમાં ભોક્તાપણું માને છે કે મેં સ્વાદ લીધો, મેં અમૃત જેવો આહાર ખાધો, એમ ઊંધી માન્યતા કરે છે; પણ જ્ઞાની કે અજ્ઞાની કોઈ પરને ભોગવતો નથી. અજ્ઞાની પરવસ્તુના રાગમાં અટકીને રાગ-દ્વેષરૂપ થઈને જાણે છે, અરાગી જ્ઞાતા દષ્ટિવંત જ્ઞાની અન્ય સર્વ પદાર્થને પોતાથી જુદા જ જાણે છે. સાકરનો કટકો કે અફીણનો કટકો કાંઈ આત્મામાં પેસી જતાં નથી; પૂર્વે ભૂલનું નિમિત્ત પામીને જે પુણ્યપાપના રજકણો આઠ કર્મપણે રહ્યાં છે તેના ઉદય વખતે જીવ રાગ-દ્વેષરૂપ પોતાને માને છે, અને હર્ષ-શોક વેદે છે, તે તેનું ભોગવવું છે. જેમ નિર્મળ અરીસામાં ઝેર ને અમૃત, સુવર્ણ અને વિષ્ટા સહજપણે દેખાય છે. તેમ ચેતનનું કાર્ય તો જાણવું જ છે, કાંઈ પરનું કરવું કે ભોગવવું નથી. પણ અજ્ઞાની અજ્ઞાનપણે ભ્રાન્તિપણે માને છે કે આ મેં કર્યું, પરમાણુનો પરિણમનસ્વભાવ કેવો છે તેને જે જીવ જાણતો નથી તે પરવસ્તુની અવસ્થા દેખીને તેમાં ઇષ્ટ-અનિષ્ટપણે માને છે. અઢી રૂપિયાભાર મેસુબનો કટકો મોઢામાં નાખ્યો તેને જરા ઓગાળીને તેનો લોચો બહાર કાઢીને જુઓ તો તે કેવો દેખાય છે તે માલુમ પડશે. ક્ષણમાં તે મેસુબના પરમાણુનો બદલો થયો દેખાશે. અજ્ઞાની તેમાં પ્રેમ કે ગ્લાનિ કરે છે, કારણ કે વસ્તુના ધર્મને જ્યાં લગી ન જાણે ત્યાં લગી પરવસ્તુને સગવડ કે અગવડરૂપ માને તેને રાગદ્વેષપણે દેખે છે, મેં મનોજ્ઞ ઇષ્ટ પદાર્થને ભોગવ્યો અથવા મેં કડવા પદાર્થનો સ્વાદ ભોગવ્યો એમ માને છે. પણ આ સ્વાદ ચેતનમાં થાય છે કે જડમાં? જડની અવસ્થામાં થાય છે, છતાં જીવ તેમાં રાગી–ષી થાય છે. જેમ બીજ સ્વયં યોગ્ય ભૂમિનું નિમિત્ત પામીને ઊગે છે, પછી પાકે છે; તેમ કર્મની સ્થિતિ પૂરી થયે શુભાશુભ કર્મ યથાકાળે ફાટે, તે તેનો સ્વભાવ છે. જેમ ચોમાસામાં શાકભાજી ભીંડો વગેરે ઊગે છે તે દોઢ માસમાં ફળે છે, અને રાયણના બીજમાંથી ફળ દસ-પંદર વર્ષે ફળે છે તેવો તેનો સ્વભાવ છે; તેમ જીવ પૂર્વ કર્મના શુભાશુભ ઉદયમાં રાગપૂર્વક જોડાઈને અટકે છે ત્યારે નવીન કર્મરજનો એક ક્ષેત્રમાં સંચય થાય છે, તેની સંખ્યા, જાતિ, રસ અને સ્થિતિના પ્રમાણે તે રજકણો બંધપણું પામે છે. તે તેની સ્થિતિ પૂરી થયે ફળે છે. તે તેના કાળે પરિણમે છે, તેમ પરિણમવાનું તેનામાં સામર્થ્ય છે. જીવ તેમાં ઇષ્ટ-અનિષ્ટપણું, કર્તાભોક્તાપણું માને છે. અફીણનો કટકો જાણતો નથી કે આને અગવડતા આપું, પણ તેમાં કડવાશની શક્તિ પોતાને આધારે રહી છે. અફીણના રજકણોને ખબર નથી કે મારે આનું મૃત્યુ કરાવવું છે, તથા કેરીના રસને ખબર નથી કે આને હું લાલપ અને શાતારૂપ સંતોષ પમાડું, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #320 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પણ તેના સ્વભાવે જ તેનું પરિણમન થાય છે. કાળા પત્થરનો ટુકડો મોઢામાં મૂકો તો તે કાંઈ ઓગળે નહિ, પણ અક્ષણનો અથવા સાકરનો ગાંગડો મુખમાં ઓગળે છે, કેમ કે ઓગળવાનો તેનો સ્વભાવ છે. તેમ શુભ-અશુભ કર્મ તેના ભાવે પ્રગટ દેખાય છે. તેને જીવ રાગ-દ્વેષપણે જાણે છે ત્યારે વ્યવહારભાષામાં તેનું ભોક્તાપણું કહેવાય છે. જડની અવસ્થાને જીવ જાણનારો છે અને પુણ્ય-પાપ જણાવા યોગ્ય છે. એવી પરસ્પર નિમિત્ત નૈમિત્તિક યોગ્યતા છે, તેથી જીવને અજ્ઞાનપણે કરેલા કર્મનું વ્યવહારે ભોક્તાપણું કહેવાય છે. [ તા. ૯-૧૧-૩૯] જડ પદાર્થને ખબર નથી કે મારે આને ફળ આપવું છે. જેમ સાકર અને અફીણ દરેક પોતપોતાનું ફળ આપે, તેમ પૂર્વના કર્મ જે સત્તામાં રહેલાં છે તે વર્તમાનમાં પ્રગટ થયે અજ્ઞાની રાગ-દ્વેષપૂર્વક જાણે છે અને જ્ઞાની રાગરહિત જાણે છે. અજ્ઞાનીને કર્મના બંધભાવનો આદર હોવાથી પૂર્વે ભૂલથી પરપદાર્થમાં અજ્ઞાનભાવે રાગ-દ્વેષપૂર્વક મમત્વબુદ્ધિ કરેલી તેથી કર્મબંધ થયેલો તે યથાકાળે ફળે છે, જેમ ઝેર ખાય અને તેનું ફળ દેહમાં દેખાય છે તેમ. ૮૩ હવે કહે છે કે અજ્ઞાન માન્યતામાં કર્મભાવનો આદર હોવાથી સંસારી જીવોને તેનાં ફળરૂપે અનેક પ્રકારની વિચિત્રતા દેખાય છે. એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, એ જ શુભાશુભ વધે. ૮૪ કોઈ જીવ જન્મથી નિર્ધન, દુઃખી, કોઈ જીવ જન્મથી સધન, સુખી; કોઈ જીવ જન્મથી રોગી, કોઈ નીરોગી એ આદિ કર્મફળની વિચિત્રતા છે, તે વસ્તુનો સ્વભાવ છે. સૂર્યની ઇચ્છા નથી કે મેઘવાદળમાં મેઘધનુષ્ય દેખાય પણ યથાકાળે તેમ થવું સંભવે છે, તેમાં કોઈની કારવાઈ નથી; તેમ ઈશ્વર કોઈને રાંક કે કોઈને રાજા કરે છે તેમ દેખાતું નથી. મોઢામાં અનાજનો કોળિયો નાખ્યો તે અનાજને ખબર નથી કે મારે અમુક ટકા લોહીપણે થવું, અમુક ટકા માંસ, વીર્ય, મળ, મેલ, હાડકાપણે થવું, છતાં તેની યોગ્યતાપણે પરિણમી જાય છે. કોળિયામાં માખી આવે એને પાંચ મિનિટમાં ઊલટી થાય, ઊલટી કરવાની ઇચ્છા નથી છતાં અંદર દેહમાં ખળભળાટ થાય છે અને ઊલટી થાય છે. કહો તેને શું ઈશ્વર ફળ આપવાની ક્રિયા કરતો હશે? સૂક્ષ્મદેષ્ટિથી જડ પ્રકૃત્તિનો વિચિત્ર મહિમા વિચારશો તો તેનું ફળ, તેનો પ્રસંગ, તેના બધા ગુણ, તેનું ગળવું, મળવું તે તેનો જ સ્વભાવ છે, છતાં તે પ્રત્યે જે જીવ રુચિ કરે છે તેને તેના ફળનો પ્રસંગ આવે છે; પણ ઈશ્વર ફળ દેવા આવે એમ નથી. વળી જો ઊંધાઈ જીવ ન જ કરે તો શુભાશુભ કર્મ બળાત્કારે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #321 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૫] [૨૯૫ ફળ આપે નહિ. જીવ તેમાં ઇષ્ટ-અનિષ્ટપણે કહ્યું છે, અને જ્ઞાતાપણું ભૂલીને તેમાં કર્તા ભોક્તાપણું માને છે. જેવા રાગભાવ જીવ કરે છે તેવાં જડકર્મ આવીને બંધાય છે; એટલે મનુષ્યપણાને યોગ્ય જે પ્રકારે ભાવ કર્યા હોય તે પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સંયોગવાળો મનુષ્યભાવ જીવ પામે છે. ઢોર, નારકી કે દેવના ભવના ભાવ કરે તો તેવા સંયોગ પામે; કુરૂપપણું-સુરૂપપણું, નિર્ધનપણાના કે સધનપણાના સંયોગ એ રીતે મળે છે. દેવનું આયુષ્ય પૂરું કરીને જીવ ઢોરમાં પણ જાય, વગેરે જીવને અનેક દેહ ધારણ કરવા પડે છે. જીવ જાતિ અપેક્ષાએ બધા સરખા છે છતાં પુણ્ય-પાપને લીધે શુભાશુભ કર્મની તારતમ્યતાથી ફેર દેખાય છે; તેમ સર્વ મનુષ્યોને મનુષ્યપણું સમાન છે છતાં કોઈ સુખી, કોઈ દુઃખી આદિ અનેક વિચિત્રતા દેખાય છે. કોઈ તન નમાલા-બુદ્ધિહીન હોય છતાં લાખોપતિ શ્રીમંત હોય છે અને મહા બુદ્ધિવંત અને સજ્જન હોવા છતાં નિર્ધન પણ હોય છે. સ્ત્રી સુંદર અને ચતુર હોય, તેનો પતિ મૂઢ જેવો અને કુરૂપ હોય છતાં સ્ત્રી પવિત્રતા હોય છે. વળી પુરુષ સુંદર બુદ્ધિવંત હોય, છતાં તેનાથી વિપરીત હોય. તેમ દરેક જીવોનાં પુણ્ય-પાપનાં ફળના સંયોગોની વિચિત્રતા જગતમાં જોવામાં આવે છે, તે પુણ્ય-પાપનાં ફળ છે. આ ઉપરથી એમ કહેવું છે કે જે જીવો પુણ્ય-પાપમાં રાગ-દ્વેષ કરીને વર્તે છે તેને પોતાનું અકર્તાપણું, નિર્દોષપણું જ્ઞાતાપણું કેવું છે તેનું ભાન નથી. તેવા જીવોએ સગવડતાને માટે પુણ્યને ઠીક માન્યું હોય છે તેઓને શુદ્ધ ચૈતન્ય આત્માનો અનાદર જ છે. પુણ્યરૂપ જડ ભાવનો જેને આદર છે તે નિગોદમાં જ જવાના છે. પુણ્ય અને પાપ તે ઉપાધિભાવ છે, ઉપાધિજન્ય સંયોગો છે તેને ઠીક માનવા, તેની રુચિ કરવી તે સ્વયં અપરાધ છે, સ્વની હિંસા છે. પુણ્યથી ધર્મ માનનારા નિર્દોષ તત્ત્વની પ્રતીત વિના મરીને કયાં જશે? જ્ઞાની કહે છે કે રાગની ચિવાળાનો સંસાર અનંતકાળ રહેવાનો છે. આત્મામાં ભેદ નથી, ઉપાધિ નથી. પણ પોતે પોતાને ભૂલીને શુભાશુભ કર્મનો કર્તા થયો, તેથી વર્તમાનમાં તેનું ફળ પ્રત્યક્ષ દેખાય છે. કારણ વિના કાર્ય કેમ બને? એક જીવ જન્મે ત્યાંથી મૃત્યુ પામે ત્યાં લગી દુઃખના સંયોગમાં ન સપડાય એવું પણ બને છે. શાલિભદ્રની વાત છે કે પગનાં તળિયાં ઘસાણાં નહોતાં એટલી સુકોમળતા હતી, તેમણે ટાઢ તાપ પણ વેઠેલ નહોતા, એવા સુખી ગૃહસ્થ પણ હોય. અને એક જન્મતાં જ દુઃખી હોય છે. આ શાલિભદ્ર સુકોમળ ગૃહસ્થ મહા પુણ્યવંત છતાં જ્યાં સાંભળ્યું કે મારે માથે ધણીરાજા ! હું પરાધીન ! પરાધીનતાનું ભાન થયું કે તરત જ પુણ્યની ધૂળ છોડી મુનિ થઈને ચાલી નીકળ્યા. ૮૪. હવે અહીં ફળદાતા ઈશ્વર નથી એમ કહે છે : ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #322 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૬] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પ્રથમ કહ્યું કે રાગ-દ્વેષ, પુણ્ય-પાપ મારાં એવી ભ્રાન્તિની કલ્પનાથી કર્મ એની મેળે પકડાય છે, તેથી ઉપચારથી કહ્યું કે જીવ કર્મને ગ્રહણ કરે છે અને ભોગવે છે. તે ફળના ભોગવટા વિષે, “ઝેર સુધા સમજે નહિ, જીવ ખાય ફળ થાય,' એમ કહીને હવે કહે છે કે ફળદાતા ઈશ્વરની એમાં કાંઈ જરૂર નથી. જેમ અમૃત અને ઝેર તેવી રીતે શુભ-અશુભ કર્મ પણ તેના સ્વભાવે પરિણમે છે. ઝેર અને અમૃત ફળ દઈને નિઃસત્વ થાય છે તેમ કર્મનું ફળ આવતાં તે નિઃસત્વ થાય છે. લોકો કહે છે કે લાકડું બળી ગયું; પણ વિચારતાં જણાય છે કે લાકડાનો પિંડ જે પરમાણુનો જથ્થો હતો, તે અગ્નિમાં બળી રાખપણે થયો, તેમાં કોઈપણ રજકણનો નાશ થયો નથી, પણ અવસ્થા બદલી છે; સૂક્ષ્મ રજકણપણે તે જગતમાં રહે છે. શરીરનું મરણ અને આયુષ્ય કર્મનાં રજકણોને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, તે રજકણો પુણ્ય-પાપપણે જીવની ભૂલના કારણે પકડાણા હતા. તે આયુષ્યકર્મની સ્થિતિ પ્રમાણે શરીરનું ટકવું થાય છે. ધારો કે આ દેહને પચાસ વરસ ટકવું હોય તો તેના કારણે આહાર આદિ સંયોગો મળી જ રહે છે. આયુષ્યકર્મની સ્થિતિ પૂરી થતાં, દેહના રજકણો બળી-સડીને છૂટાં પરમાણુરૂપે ગમે ત્યાં મળી જાય છે. જે હોય તેનો નાશ થાય નહિ. અને જે ન હોય તે નવું ઉત્પન્ન થાય નહિ. જે હોય તે ટળે નહિ. પણ ટકીને પલટાયા કરે છે; પણ સર્વથા તેનું અસ્તિત્વ ટળે નહિ. લાકડાને બળી જવામાં ઈશ્વરની જરૂર નથી. વાંસના ઘસારાથી વનમાં અગ્નિ થાય છે અને તેથી ઘણાં પ્રાણી અને ઝાડોનો નાશ થાય છે, પણ તે પરમાણુની અવસ્થા માટીપણે તો રહે છે; તેમાં ઈશ્વરને કરવાપણું કે ફળ આપવાપણું હોતું નથી. રૂનું ૨૫ મણનું ધોકડું જલદી સળગી જાય, પણ પ્રેસ કરેલી પાકી ગાંસડી સળગી જતાં વાર લાગે, તેમ કોઈ કર્મમાં ફળની અધિક શક્તિ, તો કોઈમાં થોડી શક્તિ હોય છે. કોઈમાં ઘણો કાળ, તો કોઈમાં થોડો કાળ તે શક્તિ રહે છે વગેરે સમજવું. અંગૂઠામાં ખીલીનું દરદ થાય તેમાં પીડાનું ક્ષેત્ર થોડું, રજકણ થોડા, પણ તેની વેદના ઘણી; તેમ જ જે કર્મનો સ્વભાવ છે, તે તે તેવી રીતે તેનું ફળ આપીને છૂટાં પડી જાય છે; જેમ સાકરનો ગાંગડો મોઢામાં મૂકયો, પછી ગળીને તેનાં રજકણો છૂટાં પડી જાય છે તેમ. સાકરનો ગાંગડો કંઈ અફીણપણે સ્વાદ ન આપે, તેમ પાપરૂપ બુદ્ધિવડે બંધાયેલાં કર્મ પાપપણે જ ભોગવવાં પડે, પણ તે બધાં સ્થિતિવાળાં છે એટલે તેની સ્થિતિ પૂરી થતાં તે છૂટી જાય છે. પૂર્વભવે અશુભ પરિણામ જે પાપનાં કરેલાં તેનું ફળ વર્તમાનમાં દેખાય છે. તેની કોઈ ના પાડે કે મારે એ ન જોઈએ, પણ મને પુણ્યફળ જોઈએ, તે તો બને નહિ. પૂર્વભવે જે અશુભ પરિણામ કરેલ તેનું ફળ આવતાં તેનો નકાર કરે-અરુચિ કરે, તે પોતાની હયાતીનો નકાર કરે છે. કેમ કે પૂર્વે હું નહોતો, મેં પાપ કર્યા જ નથી એમ તે માને છે, તેથી પોતાના આત્માની જ ના પાડે છે. પણ હું પૂર્વે હતો. આ મારી ભૂલનું ફળ છે, એ ભૂલ મારો સ્વભાવ નથી, પુણ્ય-પાપવાળો હું નથી એમ માની રાગથી રહિત, કલુષિત Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #323 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬] [૨૯૭ પણાથી જુદો રહીને જ્ઞાતાપણે જાણે તો નવીન કર્મનો બંધ ન થતાં, તે શુભ-અશુભ કર્મ તેનું ફળ દેખાડીને છૂટી જાય છે. ફળ દેવાનો સ્વભાવ જડકર્મમાં છે અને તેને જાણવાનો સ્વભાવ જીવનો છે. જડનું ફળ ભોગવવાનો જીવનો સ્વભાવ નથી, પણ જે જીવ પોતાને ભ્રાંતિરૂપ માની રાગ-દ્વેષવાળો થાય છે તે માને છે કે હું સુખી-દુઃખી છું, હું પુણ્યવંત છું, હું પાપી છું. એ પ્રમાણે કર્મ પ્રકૃતિનાં ફળમાં સ્વામિત્વ સ્થાપીને તેમાં તે રતિ-અરતિ કરે છે, પુણ્ય ફક્ત સંયોગ આપે, તે પુણ્યના સંયોગ કહેતા નથી કે અમને ભોગવ; તેમાં જેણે પુણ્યનાં ફળ મીઠાં લાગે અને તેને હું ભોગવું છું એમ જે માને તે મહા અજ્ઞાની છે. તે પુણ્યના સંયોગ એમ નથી કહેતા કે અમારા નિમિત્તે તું રાગ કર, હર્ષ કર, અમારો સ્વામી થા; છતાં જીવ તેમાં કર્તાપણાની, મારાપણાની, ભોક્તાપણાની કલ્પના કરે છે એ જ્ઞાનની ભૂલ કરે છે. જેમ કોઈને પાપસંયોગની પ્રતિકૂળતા આવી એટલે કે શરીરમાં ક્ષયરોગ થયો, જુવાન દીકરી વિધવા થઈ, પુત્ર મરી ગયો, ઘર સળગી ગયું, તે બધા સંયોગો કહેતા નથી કે તું વૈષ કર, દુઃખની કલ્પના કર, મમતા કર. જડકર્મ પણ નથી કહેતું કે તું ભૂલ કર, પણ જીવને પરવસ્તુમાં મમતા છે, રાગ છે, તેથી તે તેને ઠીક-અઠીક માને છે; સ્વરૂપમાં ભ્રાંતિ થવાથી જીવે તેમ માન્યું છે. કોઈ એમ કહે કે પુણ્ય ભોગવ્યા વિના ટળે નહિ, તો તે બરાબર નથી. પુષ્ય તો ચૈતન્યથી ભિન્ન, વિકારી, વિજાતીય વસ્તુ છે. તે પર ઉપાધિને ભોગવવાનો ભાવ તું કેમ રાખે છે? તેનો પ્રેમ તે તો ચેતનનો સ્વયં મહા અપરાધ છે. પુણ્યનું કાર્ય તો સંયોગ આપે છે, પણ કોઈને પરાણે રાગ કરાવે, મમતા કરાવે, એમ થતું નથી; પણ જો તેમાં સુખબુદ્ધિ મોહભાવે જીવ કરે તો નવીન કર્મબંધ થાય. એવો પુદ્ગલ અજીવ દ્રવ્યનો સ્વતંત્ર સ્વભાવ છે, અને તે તેની સ્થિતિ (કાળ) પૂરી થયે ફળ દેખાડે છે, એટલે ફળ દેવામાં ઈશ્વરની જરૂર નથી. ૮૬મી ગાથામાં પણ આ બાબતનો ઘણો ખુલાસો આવશે. ૮૫ આ ગાથા ઘણી ગંભીર અને ઊંડી છે : તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહુન વાત છે શિષ્ય આ. કહી સંક્ષેપ સાવ. ૮૬ ગુરુએ શિષ્યને લક્ષમાં લીધો છે, અને વિશેષ માહામ્ય માટે તત્ત્વનું ગંભીરપણું, સ્વાધીનપણું અને જુદાપણું કેમ છે, નિમિત્ત-નૈમિત્તિકપણું કેમ છે, સંબંધી દ્રવ્યાનુયોગની ઊંડી વાત કહે છે. તેમાં જણાવે છે કે જીવ જે જે પરિણામનો કર્તા જે જે પ્રકારે થાય છે, તેવાં તેવાં કર્મફળ ભોગવવાનાં ક્ષેત્ર આ વિશાળ વિશ્વમાં છે. તે દ્રવ્યનો સ્વભાવ છે. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભગતિ છે. પરમાર્થતત્ત્વની દૃષ્ટિ સહિત, પુણ્ય-પાપ, શુભ-અશુભ રાગરહિત શુદ્ધભાવના ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામ થતાં જીવનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #324 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વભાવે ઊર્ધ્વગમન થાય છે, તે પરમાર્થરૂપ શુદ્ધગતિ છે. એટલે કે સંસાર સંબંધ છૂટીને મુક્તદશામાં પૂર્ણ શુદ્ધ સિદ્ધદશામાં જવું રહેવું થાય છે. વીતરાગ ભાવને શુદ્ધભાવની અપેક્ષાએ ઉત્કૃષ્ટ શુભ પરિણામ પણ કહી શકાય છે. [ તા. ૧૦-૧૧-૩૯] આત્મા અનાદિ અનંત છે. તેની અજ્ઞાનરૂપ અવસ્થા હોય ત્યારે રાગરૂપ, પુણ્ય-પાપરૂપ અનેક વિકારરૂપે તેમાં ભંગ થાય છે. પુણ્યના એક જ પ્રકારના પરિણામ હોતા નથી, પણ અસંખ્ય પ્રકારના છે; તેમ જ પાપના અધ્યવસાય પણ અસંખ્ય પ્રકારના છે, તે અખંડ જીવદ્રવ્યની વિશેષ અવસ્થા છે; તે જ વખતે અજીવ દ્રવ્યની અનંત શક્તિરૂપ અસંખ્ય અવસ્થાઓ પુણ્ય-પાપના સંયોગપણે (યોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં ) થાય છે. જીવ સ્વભાવે અખંડ, પૂર્ણ શુદ્ધ, સ્વાધીન તત્ત્વ છે; તે ભૂતકાળમાં નિર્દોષ જ્ઞાનસ્વભાવપણે મુક્ત ન હતો, પણ બંધાયેલો જ હતો, પુણ્યપાપરૂપ અવસ્થામાં અનેક ક્ષેત્રમાં કયાંક ટકયો છે, એનો વિચાર કરતાં નક્કી થાય છે કે પુણ્યપાપ, દેહાદિની ક્રિયામાં રાગપણે જોડાઈને દેવ, મનુષ્ય, નારક, તિર્યંચના ભાવ પૂર્વે અનંત વાર જીવો કર્યા છે. જેવો વિકાર કરે તેવી અવસ્થાની યોગ્યતાનાં સ્થાન અને તે જાતમાં પુગલદ્રવ્યને ભોગવવા યોગ્ય સ્થાનકોનો સંયોગ થવો જ જોઈએ, એટલે કે જીવ અજ્ઞાનભાવે જડકર્મનો કર્તા નિમિત્તપણે થયો, તે અવસ્થાને ભોગવવાનું સ્થાન પણ જોઈએ. તે સ્થાનક ચાર ગતિ છે. દેવ, મનુષ્ય, તિર્યંચ (પશુ આદિ) અને નરક એમ ચાર ગતિની અશુદ્ધ પર્યાયમાં પુણ્ય-પાપરૂપ સંયોગનાં સ્થાનનો ભોગવટો થાય છે. તેને ભોગવવા લાયક સ્થાનમાં જવું પડે છે; એ ફળ આપવાની શક્તિ સ્વયં પુદ્ગલમાં છે. ચૈતન્યનો સ્વભાવ શુદ્ધ છે, પણ પોતાને ભૂલીને પરવસ્તુમાં સુખ, સગવડતાની બુદ્ધિ કરે છે, પરસ્વભાવમાં પોતાની હયાતી માને છે; તેથી ચાર ગતિના ભવના ભાવથી જન્મ-મરણ કરવાં પડે છે, એક દેહની અવસ્થા છોડીને બીજા દેહમાં જવું થાય છે. શુભ-અશુભ એટલે અશુદ્ધભાવ જીવ કરે ત્યારે તે જાતની કર્મજ સ્વયં આવીને ચોંટે છે, અને યોગ્ય કાળે તેનું ફળ ભોગવવા માટે તેવાં સ્થાને જીવને જવાનું થાય છે. આત્મા સ્વાધીન છે, ઊર્ધ્વગામી સ્વભાવ છે, છતાં પોતાનું સ્વાધીનપણું, નિર્દોષપણું જાણ્યું નથી અને પરવસ્તુમાં સુખબુદ્ધિ રહી છે. ત્યાં સુધી પરવશપણું છે; અને તેથી ભવભ્રમણમાં આત્માને રખડવું થાય છે, તેમાં ઈશ્વર કંઈ કર્તા કે ફળદાતા નથી. જીવ સમસ્ત રાગાદિ ઉપાધિથી જ્યારે મુક્ત થાય છે ત્યારે શાશ્વત, સ્વાધીન સુખદશામાં સ્વયં સિદ્ધ ભગવાન થતાં સિદ્ધશિલા નામે આઠમી પૃથ્વી ઉપર રહે છે. તે ક્ષેત્રમાં રહે છે તેમ કહેવું તે વ્યવહાર છે, નિશ્ચયથી તો શુદ્ધ આત્મા પોતાના આત્માના શુદ્ધ પ્રદેશમાં જ રહે છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય એ સ્વચતુષ્ટય પ્રગટ થતાં ચૈતન્ય આનંદમૂર્તિ પૂર્ણ કેવળજ્ઞાનસ્વભાવપણે પોતામાં રહે છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #325 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬] [૨૯૯ આત્માનો ઊર્ધ્વગામી સ્વભાવ કર્મોપાધિથી મુક્ત થયે પ્રગટ થાય છે. જેમ એરંડા કે શીંગના ફોતરાં તાપથી સુકાતાં અંદરનાં બીજ સ્વયં ઊછળે છે, તેમ પુણ્ય-પાપરૂપ કર્મની અસરથી દ્રવ્ય અને ભાવે જીવ મુક્ત થતાં જડપ્રકૃતિરૂપ શીંગના ફોતરાંનું જ્ઞાનધ્યાનની અગ્નિ વડે સુકાવું થતાં-સ્વયં તે કર્મપ્રકૃતિરૂપ શીંગ ફાટતાં શુદ્ધ આત્મપ્રદેશ છૂટા પડે છે, અને બીજરૂપ ચૈતન્ય ભગવાન સ્વયં લોકને છેડે પંચમગતિ-સિદ્ધગતિ-સ્વગતિમાં જઈ પહોંચે છે. જેમ તુંબડી ઉપરથી લેપ દૂર થતાં હળવી થતાં પાણીમાંથી ઉપર આવે, તથા જેમ ધૂમાડો ઉપર આવે તેમ આત્મા કર્મ ઉપાધિના સંગવાળો ન હોવાથી સંગ છોડે તો હળવો થતાં પોતાનો સહજ ઊર્ધ્વ સ્વભાવ પ્રગટ થઈ પૂર્ણ મુક્તદશાને પામે છે. હવે ચાર ગતિનાં કારણો કહેવામાં આવે છે. શુભ પરિણામ, પુણ્યપરિણામ તે કષાયભાવ છે. તે દયા, સત્ય, બ્રહ્મચર્ય, અચૌર્ય, અપરિગ્રહ આદિ છે. તે પુણ્યના પરિણામનો જીવ કર્તા થાય તો તે પુણ્યબંધના ફળરૂપે ઇન્દ્રિયસુખ ભોગવવાનું સ્થાનક દેવલોક છે, છતાં ત્યાં પરાધીનતા છે, તેની પણ મર્યાદા છે, તીર્થકર નામકર્મની શુભ પ્રકૃતિ છે તે લોકોત્તર પુણ્ય છે, અને આત્મજ્ઞાનની ભૂમિકામાં સહજપણે બંધાઈ જાય છે. સર્વ લોકમાં આ પ્રધાન પુણ્યપ્રકૃતિનું બંધન થવાનું કારણ ઉત્કૃષ્ટ લોકોત્તર પુણ્યપરિણામ છે; તે તો શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન હોય ત્યાં જ થાય છે. સર્વ જીવોનો ધર્મ પમાડું એ ઊંચી જાતનો પ્રશસ્તરાગ છે, પણ સાથે ભાન છે, કે આ રાગ તે મારો નથી, તેનાથી મને ગુણ નથી, એમ અવિરોધપણે સહજ સ્વભાવના ભાનમાં બંધાયેલું પુણ્ય પણ ઉત્કૃષ્ટ હોય છે. તીર્થંકર નામકર્મ બાંધનાર જીવનું (આત્મદ્રવ્યનું) વિર્ય પણ બહુ બળવાન હોય છે. ગતિ એટલે જવું, ચાલવું એમ શબ્દાર્થ થાય છે. નિશ્ચયથી તો જીવ જેવા ભાવ કરે તેવા ભાવરૂપ તેની ગતિ થાય છે, રાગ-દ્વેષ કરવામાં પુદ્ગલ કર્મપ્રકૃતિ જીવને નિમિત્ત થાય છે. રાગાદિક સંસારથી મુક્ત થવામાં કર્મપ્રકૃતિના નિમિત્તની જરૂર નથી, કારણ કે સર્વ દ્રવ્યની અસરથી મુક્ત થયે કર્મોપાધિથી મુક્ત થવાય છે. આત્માનું જ્ઞાન થયા છતાં પણ જ્યાં લગી પૂર્વ ભૂલના કારણે બંધાયેલાં શુભ-અશુભ કર્મ ફળ દેવા આવે છે અને તેમાં જેટલે અંશે રાગ-દ્વેષ દ્વારા જોડાણ થાય છે તેટલી હદનાં નવીન પુણ્ય-પાપનો બંધ થાય છે, અને ભવભ્રમણ થાય છે. નિશ્ચયગતિ તો પુણ્ય-પાપના શુભાશુભ ભાવ કર્યા તે છે, જે ક્ષણે શુભભાવ થયો તે શુભગતિરૂપ છે, અને અશુભ ભાવ થયો તે અશુભગતિરૂપ છે. જે ક્ષણે રાગ-દ્વેષનું વલણ કર્યું તે જ ક્ષણે કર્મ પરમાણુના ફોટા પડી જાય છે, પુણ્યની અપેક્ષાએ દેવભવને ઊંચગતિ કહી છે. ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ શુભ ગતિ છે અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય-તીવ્ર સંકલેશ, ભૂંડા ભાવક્રોધ, માન, માયા, લોભ, હિંસા, જૂઠ, વ્યભિચાર, વગેરે ભૂંડા અધ્યવસાયના કારણે નરક ગતિમાં જવું થાય છે. નારકીનો ભાવ કર્યો તો નરકનો ભવ થયો, મધ્યમ શુભ અને મધ્યમ અશુભ એમ મિશ્રથી મધ્યમ ગતિ છે; તે મિશ્રભાવવાળાને મધ્યલોકમાં મનુષ્યગતિ છે, તેમાં કપટનો ભાવ કરવાથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #326 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૦ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તિર્યંચ-પશુની ગતિ ઉત્પન્ન થાય છે, તે મધ્યમ ગતિના પેટામાં સમાય છે. જીવના પરિણામ તે જ મુખ્યપણે તો ગતિ છે; તેમાં જડ કર્મ નિમિત્ત છે તેથી ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઉર્ધ્વગમન, ઉત્કૃષ્ટ અશુભ દ્રવ્યનું અધોગમન, અને શુભ-અશુભ મિશ્રદ્રવ્યની મધ્યમગતિ-એમ દ્રવ્યનો વિશેષ સ્વભાવ છે; તે બંધસ્થાનો છે અને તેનાં આ લોક-૫૨લોક આદિ ભોગવવાનાં સ્થાનકો છે. શુભ-અશુભ અને મિશ્ર (મધ્યમ) પ્રકારના ભાવ એ ત્રણે કષાયભાવ છે, તેનાથી આત્માને કાંઈ ગુણ નથી. જીવ પોતાના શુદ્ધ સ્વભાવને ભૂલીને ૫૨વસ્તુમાં સુખબુદ્ધિ કરે છે; કર્તાભોક્તાપણાની કલ્પના કરે છે એટલે જ પુણ્ય-પાપ ભોગવવાનાં-ભવભ્રમણનાં સ્થાન છે, તે નક્કી થાય છે. કેટલાક કહે છે કે ન૨કગતિ આ લોકથી જુદી ન હોઈ શકે. તો તેનો ઉત્તર એમ છે, કે જે જીવ મહા ભૂંડા દુષ્કૃત્યો કરે છે, પાપકાર્યો કરવા વખતે પોતે સામા જીવોને શું દુઃખ થાય છે તે જોવાની ધી૨જ રાખતો નથી, અને પોતાને સગવડ થાય તેવી એક પક્ષની દુષ્ટ બુદ્ધિમાં એકાગ્ર થાય છે. તેને તેવા ક્રૂર પરિણામોનું ફળ-આંતરા વિનાની અનંત અગવડતા ભોગવવાનાં સ્થાન આ લોકમાં નકગતિ અધોલોકમાં છે, એમ ઘણા ન્યાયથી નક્કી થાય છે. ઉત્કૃષ્ટ શુભ પરિણામનું ફળ સ્વર્ગ, મધ્યમ શુભ પરિણામનું ફળ મનુષ્યગતિ અને મધ્યમ અશુભ ભાવનું ફળ તિર્યંચગતિ છે. શુભ અને અશુભ ભાવ બેઉ ૫૨માર્થે અશુદ્ધ ભાવ છે. આત્મા જેટલે અંશે ૫૨ભાવની અશુદ્ધતાથી જુદો પડે, તેટલે અંશે ઉપાધિ (કર્મબંધન) થી મુક્ત થાય છે. સર્વથા અશુદ્ધતાથી કે અસ્થિરતાથી જુદો થયે સર્વથા મુક્ત-શુદ્ધ થાય છે. ચાર ગતિની અશુદ્ધ પર્યાયમાં જીવોનું રખડવું થાય છે, તે તે જીવની શુદ્ધ અવસ્થા નથી; પણ અજ્ઞાનભાવે જીવ માને છે કે હું મનુષ્ય, હું સ્ત્રી, હું વૃદ્ધ, હું દેવ, હું પશુ, હું નારકી છું એમ ચોરાશી લાખ જીવયોનિમાં અનંતકાળથી ભૂલપણે જીવે પરિભ્રમણ કર્યું છે. તેમાં મિશ્ર પરિણામ થવા તો બહુ મોંઘા છે, કારણ કે અનંત જીવરાશિમાંથી માત્ર સંખ્યાત જીવોને મધ્યમ પરિણામ હોય છે. મનુષ્યની સંખ્યા ત્રણે કાળ સંખ્યાતી છે, મર્યાદિત છે. મનુષ્યભવ મોંઘો હોવાનું કારણ શુભાશુભ મિશ્ર પરિણામથી વ્યવહારે જીવ મનુષ્ય થાય છે, મનુષ્યગતિ તે મનુષ્યભવને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની ભૂમિકાનો સંયોગ આપે છે. શુભ-અશુભ અને મિશ્ર રહિત એકલો શુદ્ધ સ્વભાવ તે મોક્ષ, અને શુદ્ધ સ્વભાવનો અનાદર તે નિગોદ, ત્યાં અનંત કાળ બટાટા, સકરકંદ, કંદમૂળ આદિમાં રહેવું પડે છે. સત્નો અનાદર એટલે મૂઢત્વનો આદર છે, અને તેનું ફળ તે નિગોદગતિ છે. આત્મા શુદ્ધ જ્ઞાતા અસંગ છે એ વાત જે જીવને ન ગોઠે અને કંઈ ૫૨નું કરવાનું હોવું જોઈએ, એ કરીએ તો પામીએ, કંઈ પુણ્ય હોય તો ધર્મ થાય, એવું કંઈક કરવાનો ભાવ એ જ્ઞાતાપણાનો અનુત્સાહ અને અનાદર છે. શાતાનો જે ઉત્કૃષ્ટ નકાર છે તેનું ફળ નિગોદ છે. ત્યાં અનંતી ચૈતન્યશક્તિ અવરાઈ જાય છે, જ્ઞાનસ્વભાવની મહા આશાતનાનું ફળ તે અનંતકાળ નિગોદપણું છે. અશુભ પરિણામ તે અશુભગતિ, ત્યાં પણ સંયમ નથી. શુભ પરિણામ તે શુભગત, Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #327 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬] [૩૦૧ દેવગતિ તથા યુગલીયામાં સંયમસ્થાન નથી, રાગની વૃત્તિ ઉત્પન્ન થાય તેને ટાળવાનો અવકાશ નથી. ત્યાં જેને આત્માનું યથાર્થ ભાન હોય તે પોતાના સમ્યક અભિપ્રાયની સ્થિરતા જાળવી શકે તેટલો જ પુરુષાર્થ કરી શકે છે, વિશેષ નહિ. મનુષ્યલોકમાં-મનુષ્યગતિમાં સર્વોત્કૃષ્ટ સંયમસ્થાન છે. શુભ-અશુભ કર્મ ભોગવવાનાં નિમિત્તરૂપ ત્રણ લોકમાં અસંખ્યાત સ્થાન છે મનુષ્યક્ષેત્ર તે સરલ, પવિત્ર અને મધ્યસ્થ પરિણામવાળા જીવનું ઉત્પત્તિક્ષેત્ર છે. પશુ ઢોરના દેહ વક્ર અને આડા છે; તે પૂર્વના વક્ર ભાવ (કપટભાવ) બતાવે છે. પશુના દેહમાંથી સીધી મોક્ષદશા પ્રાપ્ત થતી નથી. પૂર્વે ઊંધા-વક્ર પરિણામ કરીને ઢોરભવનું બંધન કર્યું છે, તે શરીરના આકાર ઉપરથી પણ પરમાર્થ સમજવા જેવો છે. સમસ્ત વિશ્વનો આકાર પુરુષાકાર છે. ઢોર (પશુ, તિર્યંચ) આડા દેહધારી છે, તેને સીધા ઊભા દેખો તો તેને પણ ક્રમબદ્ધ ઉપર મસ્તક, પછી બીજાં અંગો યથાસ્થાને નીચે આવશે. જેવો મનુષ્યનો આકાર છે તેવો લોકનો આકાર છે. “જેવું પિંડે તેવું બ્રહ્માંડે” વિશ્વના સર્વ ભાવો એક સાથે જ્ઞાનમાં જણાઈ જાય તેવી આશ્ચર્યકારી ઘટના છે. સમસ્ત વિશ્વનું જ્ઞાન એક સમય માત્રમાં એક સાથે જાણી લે એવો દરેક આત્માનો સ્વભાવ છે. સંજ્ઞી પશુ શુદ્ધ ભાવ કરે તો પાંચમું ગુણસ્થાન એટલે સંયમસંયમ સુધી પહોંચી શકે છે, તેને છઠ્ઠા ગુણસ્થાનકની સ્થિરતા થતી નથી જ્ઞાની મનુષ્ય રાગની વૃત્તિ છેદીને યથાર્થ વિવેકની જાગૃતિ કરી, જ્ઞાનની સ્થિરતામાં ઊગ્રપણે–એકાગ્ર લીન-થાય તો સર્વ કર્મ ઉપાધિથી મુક્ત થઈ સ્વભાવે ઊર્ધ્વગમન થઈ, લોકના છેડે અનંત સુખમાં-શાશ્વત આનંદની લહેરમાં નિશ્ચલપણે બિરાજે છે. પાંચે ગતિ અને તેના સ્થાનનું કોઈ કાર્ય નવું નથી. જે હોય તે જાય નહિ અને જે ન હોય તે નવું થાય નહિ. જડ ટળીને ચેતન થાય નહિ, અને ચેતન તે જડ થાય નહિ. જે જીવ પોતાના સ્વરૂપમાં ભ્રાંતિ કરીને પુણ્ય પાપના પરિણામનો કર્તા થાય તેને શુભાશુભ ભાવો ભોગવવાનાં નિમિત્તરૂપ સ્થાનકો છે, તે જડ દ્રવ્યનાં સ્વતંત્ર સ્વાભાવિક કાર્યો છે, તેનાથી ભિન્ન તેને જાણનારો ચૈતન્ય આત્મા તો સ્વતંત્ર છે, છતાં તેનું કર્મફળમાં રાગદ્વારા જોડાવું થાય છે; પણ તેમાં ઈશ્વરનો જરાયે હાથ નથી. આત્માનો સ્વભાવ જ્ઞાન છે તે અનાદિ અનંત છે. આત્માની સંસારાવસ્થા અનાદિ સાંત છે અને મોક્ષાવસ્થા સાદિ અનંત છે. કાલે દિવાળી પર્વ છે. સર્વજ્ઞ ભગવાન મહાવીર ૨૪૬૫ વર્ષ પહેલાં તે દિવસે મોક્ષે પધાર્યા. આત્માના પૂર્ણ આનંદમાં શાશ્વત સુખસ્વરૂપમાં હાલ તેઓ બિરાજે છે, તેમને ધન્ય છે. ધર્માત્મા તેમની ભક્તિ કરતાં પુરુષાર્થ ઊછાળી ભૂત નૈગમન કહે છે કે પ્રભુ આજે નિર્વાણ પામ્યા તેનો મહોત્સવ કરે છે તે પોતાના પુરુષાર્થનો મહોત્સવ છે. ધર્માત્માને જ્યાં ત્યાં ઈષ્ટ પ્રસંગના વિકલ્પ આવે છે, અને તે રીતે સનું બહુમાન કરે છે. જેમ સિદ્ધભગવાનનો શુદ્ધ પર્યાય પૂર્ણપણે ખીલ્યો છે, તેમ પોતાને પૂર્ણ શુદ્ધ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #328 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨] [ ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા થવું છે, તેથી પોતાનો કાળ વીતરાગ ભગવંતોના બહુમાનમાં ગાળે છે અને પોતાનો પુરુષાર્થ ઉપાડ છે. મનુષ્યપર્યાયના કાળની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની છે, અને જઘન્ય અંતર્મુહૂર્તની છે. નરકગતિમાં ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ અને જઘન્ય દશ હજાર વર્ષ; દેવમાં પણ આયુષ્ય સ્થિતિ નરક પ્રમાણે છે. શુભાશુભ ભાવ તે જ સંસારભ્રમણરૂપ ભાવગતિ. ભાવ એટલે ભવવું–થવું તો દરેક સમયે છે. સંસારમાં રખડનાર પ્રાણીના જે જે શુભાશુભ પરિણામ છે તે જ મુખ્યપણે ગતિ છે. ઉત્કૃષ્ટ શુભ દ્રવ્યનું ઊર્ધ્વગમન તેમાં સરલતાની હળવાશ રહેલી છે, ઉત્કૃષ્ટ ઊંધાઈવાળા દ્રવ્યનું અધોગમન તેમાં લોઢાની જેમ ભારેકર્મીપણું છે અને મધ્યમ પરિણામવાળા જીવને મનુષ્યભવ છે. એમ ત્રણે લોકમાં ભોગવવાનાં અસંખ્યાત સ્થાનક છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે, તેમાં કોઈ જગતકર્તા ઈશ્વરની જરૂર નથી. દરેક વસ્તુનો સ્વભાવ છે કે વસ્તુ ટકીને બદલાય છે. જીવ અનંતકાળથી છે; “છે” તે આજસુધી એ અસંખ્યાત ક્ષેત્રના ભોગવટામાં ટકયો છે, અને ત્રણે લોકમાં ભવભ્રમણ કર્યું છે. આત્મા નિત્ય નથી એમ કહેનાર ત્રણ લોક નથી, પરભવ નથી, તેમ જ તેને ભોગવવાનો કોઈ બીજાં ક્ષેત્ર નથી એમ માને છે. પરલોક કયાંય દેખાતો નથી, કોઈએ સંદેશા ન મોકલ્યા, એમ કેટલાક કહે છે; પણ જ્ઞાની પ્રત્યક્ષ પ્રમાણ આપીને કહે છે કે તું છોને! કયાંય છો કે નહિ? જ્યાં છો, ત્યાં જેવા ભાવમાં તારું જોડાણ છે એવા ભાવને ભોગવવાનું સ્થાન ત્રણ લોકમાં ખાસ ખાસ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે. હે શિષ્ય ! જડ-ચેતનના સ્વભાવ ભિન્ન હોવા છતાં, તેના સંયોગ-વિયોગના સૂક્ષ્મ સ્વભાવ, ગતિ, જાતિ, વેદાદિના સૂક્ષ્મ અધ્યવસાય વગેરે કારણોના કાર્યરૂપ (ફળરૂપ) ભોગવવાનાં સ્થાન અસંખ્યાત છે. જે તે વર્તમાનમાં પણ છે. ભાવશ્રુતજ્ઞાનદ્વારા ત્રણે લોકમાં આમ જ છે એમ અનુભવગમ્ય થાય છે. સમ્યજ્ઞાન એટલે જેમ છે તેમ આત્માનો સ્વભાવ જાણી લેવો. દર્શન એટલે દેખવું તે. ચૈતન્યશક્તિનો સર્વ ભાવને જાણવાનો સ્વભાવ છે તે આત્માનો ગુણ આત્માથી ભિન્ન નથી. આત્મા પૂર્ણ શુદ્ધ સહજ જ્ઞાનસ્વભાવી છે એમ સ્વાધીન તત્ત્વની સહજ પ્રતીત થઈ તે જ સમ્યગ્દર્શન છે. આત્મા સહજ સ્વરૂપ છે એમ ગોખણી કરવાથી જ્ઞાન પ્રગટે તેમ નથી. પણ આત્મતત્ત્વનો સ્વભાવ જેમ છે તેમ વિચારી, યથાર્થ નિર્ધાર-અનુભવ કરવાથી સમજાય તેમ છે, જાણનારથી જણાય છે. જેમ પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પોતાથી જણાય છે તેમ પરવસ્તુનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સ્થિતિ પણ જેમ છે તેમ સમજાય છે. લોહચુંબકનો પત્થર લોઢાને જ ખેંચે પણ સુવર્ણને નહિ ખેંચે એવો તેનો સ્વભાવ છે. સ્વતંત્ર જડ રજકણમાં ગળવું, મળવું, ખેંચાઈ જવું વગેરે સ્વતંત્ર શક્તિ છે, તેમાં ઈશ્વરને ઉપાધિ કરવાની જરૂર નથી. વસ્તુમાત્ર સ્વતંત્રપણે તેના સ્વભાવમાં પલટાયા કરે છે. જીવો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #329 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬] [૩૦૩ જેવા ભાવ કરે છે તેના ભોગવટા માટે લાયક ક્ષેત્રો પણ છે. સ્વાધીન થવું હોય તો સ્વાધીન થવાનો ઉપાય મનુષ્ય ભવમાં જ છે. જેટલા પ્રમાણમાં જ્ઞાનબળનો પુરુષાર્થ કરી સ્થિરતા વધારે તેટલા પ્રમાણમાં સ્વાધીનતા પામે છે; અને જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષનું કર્તાપણું કરે તેટલા પ્રમાણમાં તે જાતનાં જડ સૂક્ષ્મ પરમાણુ આમાના પ્રદેશ સાથે બંધાતાં પરાધીનતા પામે છે. જીવ શુભ-અશુભ ભાવ કરે ત્યારે તેનું નિમિત્ત પામીને તેવી જાતનાં સૂક્ષ્મ રજકણો જીવના પ્રદેશ સાથે બંધાય છે. પરમાણુમાં સ્વતંત્રપણે અનંત શક્તિ છે; જડ દ્રવ્ય પોતાની મેળે સ્વયં અનેકરૂપે પલટાય છે. તે પરમાણુના સ્વભાવનો યથાર્થ વિચાર કરો તો જગતની ક્રમબદ્ધ વ્યવસ્થિત રચના, પરલોક આદિ, પુણ્ય-પાપ ભોગવવાનાં ચાર ગતિરૂપ સ્થાનક છે, તે યથાર્થપણે જેમ છે તેમ સમજાશે. જડ-ચેતનના સ્વભાવો જે છે તે દરેક પદાર્થની સ્વતંત્રતામાં ભિન્નપણે સ્વસત્તાના આધારે છે; છતાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ છે. સંસાર તે કર્મના સંયોગથી થતી આત્માની અવસ્થા છે અને મોક્ષ પણ સર્વ દોષ તથા કર્મથી મુક્ત, પૂર્ણ પવિત્ર એવી આત્માની અવસ્થા છે. હે શિષ્ય! જડ અને ચેતનના સ્વભાવ, સંયોગ-સંયોગીભાવ આદિ સૂક્ષ્મ સ્વરૂપનો અત્રે ઘણો વિચાર સમાય છે. માટે આ વાત ગહન છે, તો પણ તને સાવ સંક્ષેપમાં અહીં કહી છે. [ તા. ૧૧-૧૧-૩૯ સં. ૧૯૯૫ ના આસોવદ ૦)) (દિવાળી)] શ્રી વીરનિર્વાણ કલ્યાણક તિથિ. આજે શ્રી ભગવાન મહાવીર પ્રભુનો નિર્વાણ દિવસ છે. ત્રણ પ્રકારની પદવીપણે અંતિમ શરીરની અવસ્થા છોડીને મોક્ષ જવાય છે. (૧) ભગવાનની સર્વોત્કૃષ્ટ પુણ્ય પદવી, (૨) ગણધર પદવી (૩) સામાન્ય કેવળી ભગવાન. એ ત્રણ અવસ્થાના ભેદ પુણ્યભાવની તારતમ્યતાથી મુખ્યપણે છે. જે ત્રિલોકનાથનું બિરુદ ધરાવે છે એવું (૧) તીર્થકર નામકર્મ બંધાઈ જવાનું કારણ એ છે કે શુદ્ધ આત્મસ્વરૂપની ભાન સહિતની દશામાં એટલે કે સમ્યજ્ઞાનદશામાં એવો પ્રશસ્ત રાગભાવ હોય છે કે સર્વ જીવોને આત્મધર્મ પમાડું એટલે કે નિશ્ચયે તો મારો આત્મા શીધ્ર પૂર્ણ શુદ્ધતાને પામી જાય; એ ઉત્કૃષ્ટ પુણ્યપરિણામ છે. તેમાં એવી યોગ્યતાવાન જીવને એવું પુણ્ય બંધાય છે કે તે જગતને પરમ ઉપકારી થાય છે. (૨) ગણધર ભગવાન થવાનું કારણ-મારા કુટુંબને આત્મધર્મ પમાડું એ પક્ષનો શુભ વિકલ્પ વિવેક સહિત આવે છે, તેથી પુણ્યપદની અપેક્ષાએ તીર્થકર ભગવાનથી ન્યૂન પદવીનો યોગ થાય છે. (૩) મુક્ત થવાની ઇચ્છાવાળા ધર્માત્મા જ્ઞાની સામાન્ય કેવળી ભગવાન થઈને મોક્ષે જાય છે. મોક્ષ સ્વભાવ જીવમાં શક્તિરૂપે છે તે વ્યક્ત-પ્રગટ થાય છે. આપણા પરમ ઈષ્ટદેવ શ્રી મહાવીર ભગવાનનો આત્મા આ ભરતક્ષેત્રમાં જ્યારે આવવાનો હતો ત્યારે છ મહિના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #330 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અગાઉ તેમની માતાને વંદન કરવા ઇન્દ્રો આવે છે અને તે ગૃહવાસમાં ધનધાન્ય-રત્નાદિથી ભંડાર ભરાયા કરે છે, ઇન્દ્રો ત્રિશલા માતા પાસે આવીને સ્તુતિ કરે છે કે હે માતા! ધન્ય રત્નકુક્ષિધારિણી, આપને ધન્ય છે! આપની કુખે ત્રિલોકીનાથ પ્રભુનો જન્મ થવાનો છે, જેમના નિમિત્તે ઘણા જીવોનું કલ્યાણ થવાનું છે. માતાની સેવા કરવા માટે દેવીઓ આવે છે. કોઈ માને કે ઈશ્વર આવીને જગતનાં દુઃખ ટાળવા માટે અવતાર ધારણ કરે છે તેમ નથી. પણ પૂર્વે મનુષ્યભવમાં આત્મસ્વરૂપની આરાધનાવડે મોક્ષપદ પામવાની યોગ્યતા પ્રાપ્ત કરીને, તે જીવ ત્રણ જ્ઞાન લઈને માતાના ઉદરમાં આવે છે; તે વખતે મોક્ષનું મંડળ ઊભું થાય છે. કારણ કે ઉત્તમ, પવિત્ર આત્માનું જે ક્ષેત્રે આવાગમન થાય ત્યાં તે પરમ ઇષ્ટ નિમિત્ત પામવાને ભાગ્યશાળી જીવો પણ ઘણા પાકે છે. એવા પરમ ઉપકારી સર્વજ્ઞ ભગવંત શ્રી મહાવીર પ્રભુની નિર્વાણતિથિનો પરમ કલ્યાણક દિવસ આજે છે. સાધક ધર્માત્મા પોતાની ભક્તિનો ભાવ ઉછાળીને કહે છે કે ધન્ય છે! આજે દેવો પણ ભગવાનના કલ્યાણકનો ઉત્સવ ઊજવી રહ્યા છે. નંદીશ્વર દ્વીપમાં તીર્થકર ભગવંતોની શાશ્વત પ્રતિમાજી છે. ત્યાં ઇન્દ્રો, દેવદેવીઓ આવીને આઠ દિવસ સુધી પ્રભુ વીતરાગનાં ગુણગ્રામ અને મહોત્સવ કરે છે. જગત તેમનું અને તેમના પરમ મંગળિક કલ્યાણકનું નામ સાંભળવાથી પણ મહા ભાગ્યશાળી થાય છે, અને પોતાને ધન્ય માને છે, અરિહંતાણે, ભગવંતાણ, એમ નામમાત્ર ભાવથી સાંભળે તેનું કલ્યાણ થઈ જાય છે. એટલે કે જે અરિહંત વીતરાગ ભગવાનને જાણે છે અને તેમનું મનન કરે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે. ભગવાન શ્રી મહાવીર દેવનો જન્મકલ્યાણક ચૈત્ર સુદ ૧૩ ને દિવસે થયો તેનો ઉત્સવ થાય છે. ઇન્દ્રો મોટો ઉત્સવ કરે છે. તેઓ માતાની પણ સ્તુતિ કરે છે કે હે માતા! જગતને મહાન ઉપકારનું ઇષ્ટ નિમિત્ત એવા તીર્થકર ભગવાનની જન્મદાત્રી જનેતા! તને ધન્ય છે! સાધક આત્માને ભગવાનનું નામ અને કલ્યાણકનો મહિમા સાંભળતાં રોમાંચ ખડા થાય છે, ભક્તિથી આફ્લાદ પામે છે, અને પોતાને પરમ પૂજ્ય ઇષ્ટનો અતિ આદર આવે છે, એટલે સંસારનો આદર ટળી જાય છે, ભવનો અભાવ થવાનો પ્રસંગ આવે છે. કારતક વદી દશમ તપ કલ્યાણક (દીક્ષા) છે, તે વખતે દેવ-ઇન્દ્રો તપકલ્યાણક ઊજવે છે, અને નંદીશ્વર દ્વીપમાં પણ મોટો ઉત્સવ કરે છે. ભગવાન સંસારથી નિવૃત્ત થઈને નગ્ન નિગ્રંથપદ-મુનિપણું ધારણ કરે છે. તે વખતે સીધું સાતમું ગુણસ્થાનક પ્રગટે છે. પ્રભુ દીક્ષિત થઈને ધ્યાનમાં સ્થિર થાય છે કે તુરત ૭મી ભૂમિકાઅપ્રમત્તદશા પામે છે, અને ત્યાં જ ચોથું મન:પર્યયજ્ઞાન પ્રગટે છે. રાગ અને રાગનું નિમિત્ત ટળ્યું કે સાથે જ જ્ઞાનની નિર્મળતા ઉજ્જવળતા પ્રગટ થઈ. જ્ઞાનધ્યાનની સ્થિરતા, ઇચ્છાનિરોધ તપ એવી અપ્રમત્ત-પ્રમત્તદશામાં, સાડાબાર વર્ષ સુધી ભગવાન મસ્ત રહ્યા છે. ઋજુવાલિકા નદી કિનારે શામલી વૃક્ષ પાસે ભગવાન નિર્મળ જ્ઞાનની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #331 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૦૫ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬] એકાગ્રતામાં-શુક્લધ્યાનની શ્રેણીમાં હતા. પ્રથમ ધ્યાનમાં અલ્પ વિકલ્પ છે. બીજા શુક્લધ્યાનની શ્રેણીમાં તન નિર્વિકલ્પ ધ્યાનની સ્થિરતા થતાં વૈશાખ સુદ દશમને દિવસે સર્વજ્ઞતા-ત્રિકાળ જ્ઞાન-પ્રગટ થયું. પછી છાસઠ દિવસ વાણી બંધ રહી છે. તેનું કારણ ધર્મસભામાં ગણધર પદવી ધારણ કરવાની યોગ્યતાવાળો કોઈ જીવ ન હતો. તે ગણધરમુનિમાં ઉત્કૃષ્ટ શક્તિ હોય છે, અલ્પ શબ્દોમાં ઘણું સમજી શકે છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુનો મોક્ષ કલ્યાણક દિવસ આસો વદ અમાસ એટલે ચૌદશની રાતનો પાછલો ભાગ છે, તે વખતે પાવાપુરી ક્ષેત્રે ભગવાન સર્વ કર્મકલંક રહિત પૂર્ણ શુદ્ધતાવડ મોક્ષદશાને પામ્યા. જીવનમુક્તદશા તો ત્રીશ વર્ષ પહેલાં પામ્યા હતા, અને બોંતેરમે વર્ષે પૂર્ણ મુક્તદશાને પામ્યા. તે પરમ કલ્યાણકનો મહિમાવંત દિવસ આજે છે. “પૂર્વ પ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાસ સુસ્થિત જ, સાદિ અનંત-અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન-જ્ઞાન અનંત સહિત જો ”—એ પ્રમાણે સિદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ. સાધક આત્મા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને ઓળખીને, તેની ઉપર મીટ માંડીને પોતાનો પુરુષાર્થ ઉપાડે છે કે મારે પણ એ જ પરમપદ અલ્પકાળમાં પ્રાપ્ત કરવું છે. શ્રીમદ્ રાજચંદ્ર એ ભાવના ભાવી ગયા. તે પણ જે રીતે ભગવાન મહાવીર મોક્ષે ગયા, તેમ સર્વ કર્મ ઉપાધિથી રહિત થઈને, દેહમુક્ત પૂર્ણ શુદ્ધ મોક્ષદશાને અલ્પકાળ પછી પામવાના છે. ભગવાન શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણક પર્વતિથિને પણ ધન્ય છે! એ કાળને યાદ કરીને ધર્માત્મા ગયા કાળનો, વર્તમાનમાં આરોપ કરીને હોંશથી પુરુષાર્થવડે કહે છે કે અહો ! સર્વજ્ઞ ભગવાન આજે મોક્ષે ગયા, ત્રિલોકનાથ ભગવાન જે ક્ષેત્રે મોક્ષદશાને પામ્યા તે ક્ષેત્રને ધન્ય છે! ધન્ય તે ગૌતમ આદિ મહા જ્ઞાની પુરુષો અને તે ગામ, નગર, આસન, માતા-પિતા, કુળવંશ આદિ બંધુએ ધન્ય છે ! “નિર્મળ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિજન માનસ હંસ જિનેશ્વર; ધન્ય તે નગરી, ધન્ય વેળા-ઘડી, માતપિતા કુળવંશ જિનેશ્વર.” (શ્રી આનંદઘનજી ) જે ક્ષેત્રે ગુણના મોટા ગંજ પ્રગટ થયા, અને જે તીર્થસ્થાન જેમના નિમિત્તથી ધન્ય કહેવાણાં તે નિર્વાણભૂમિ તથા માતા-પિતા, કુળવંશ વગેરેને ધન્ય છે! આજનો દિન, દિવાળી નિર્વાણ કલ્યાણક કાળને પણ ધન્ય છે! જેને નિર્વાણનો પ્રેમ હોય, સ્વતંત્ર કૃતકૃત્ય થવાની રુચિનો ઉત્સાહ હોય, તેને લોકોત્તર નિજકલ્યાણની રુચિ હોવાથી, જેને જે રુચ્યું તેની અનુમોદના-ઉત્સાહ તેને હોય જ છે. તેથી દેવો અને ઇન્દ્રો પણ સ્વર્ગ અને પુણ્યનો ઠાઠ વૈભવ છોડીને જાય છે કે આ પુણ્ય નહિ પણ વીતરાગ સાચા પ્રભુ છે, માટે સર્વજ્ઞ વીતરાગનાં કલ્યાણક ઊજવીએ. પ્રભુનો જન્મ થતાં ત્રણ લોકમાં જેનો મહિમા ગવાય, અજવાળાં થાય, અને નરકનાં દુઃખી જીવોને પણ બે ઘડી શાંતિ થાય; એવો જેનો મહિમા છે તે પ્રભુનો આ નિર્વાણદિવસ છે. “ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાસ સુસ્થિત જો.” શ્રીમદ્ રાજચંદ્રને પણ પૂર્ણ પવિત્ર ભગવાન સર્વજ્ઞ પ્રભુનો વિરહ લાગ્યો, તેનું અંતર ભાંગવા માટે તેઓ પૂર્ણ અકષાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #332 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૬ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વરૂપની ભાવનાના બળવડે, કાળનો આંતરો કાઢી નાખે છે, પૂર્ણ પદની પ્રાપ્તિનો ભાવ ઊછાળીને પૂર્ણ સનું બહુમાન કરે છે. - પોતાને નિર્દોષ પૂર્ણ શુદ્ધ ભાવની રુચિ છે, તેથી પરમ ઉલ્લસિત થઈને પ્રભુનાં ગાણાં ગાય છે, એ તો સાધક આત્માનું જીવન છે. આજે ૨૪૬૬ મું વીર નિર્વાણ વર્ષ બેસે છે. એ ચોવીશમા મહાવીર પ્રભુએ સમવસરણમાં-ધર્મસભામાં લોકોત્તર એવા મોક્ષમાર્ગની જાહેરાત કરી છે કે સર્વ જીવો સ્વભાવે પૂર્ણ સ્વાધીન છે; એવા મોક્ષ માર્ગના દાતા અકષાય કરુણાવડે જગતને પરમ કલ્યાણનો પંથ કહી ગયા છે, તે અવિરોધી ન્યાયમાર્ગ અનંત તીર્થકર ભગવાનોએ ત્રિકાળ કહ્યો છે. સર્વ જીવોને પરમ કલ્યાણ સ્વરૂપ આત્મધર્મ પમાડવાની વિશાળ ભાવનાનો પરિપાક થતાં, તીર્થંકર ભગવાન જગતારક, ત્રિલોકના નાથ થયા, તેઓ ધર્મસભામાં કહી ગયા કે અનંત જીવ તથા અજીવ છે; અને એકેક આત્મા પૂર્ણ સ્વતંત્ર અને સર્વજ્ઞસ્વભાવી છે, અખંડાનંદ, જ્ઞાયક પૂર્ણ શુદ્ધ સ્વભાવે છે, સ્વાધીન છે. એકેક દેહમાં રહેલો એકેક આત્મા અખંડ પવિત્ર અને પૂર્ણ શુદ્ધ છે. જેવા પૂર્ણ પરમાત્મા પ્રગટ ઈશ્વર છે, તેવા જ શક્તિ-સ્વભાવે સર્વ જીવો સર્વગુણસંપન્ન છે. એ સ્વતંત્રતાનો જે સ્વીકાર કરે છે તે જીવો, કોઈપણ ક્ષેત્રમાં ચારેગતિમાં પોતાનું પૂર્ણ શુદ્ધ તત્ત્વ અવિનાશી, નિરાકુળ, શાંતિ અને આનંદથી પૂર્ણ છે, તેનું યથાર્થ ભાન કરી શકે છે; જીવનમુક્તદશા અંશે અનુભવે છે. પણ વિદેહમુક્ત મોક્ષ સ્વભાવ એટલે કે મુક્તદશા તો એક મનુષ્યદેહમાં જ થાય છે, અને આત્મભાનના સંસ્કાર પણ પ્રથમ મનુષ્યમાં જ થઈ શકે છે. સર્વજ્ઞ ભગવાને ધર્મસભામાં સર્વ સ્વાધીન છે તેવી પૂર્ણ સ્વતંત્રતાની જાહેરાત કરી છે. તેમનાં પાંચ કલ્યાણક, દેવદેવેન્દ્રો પણ અતિ હોંશથી ઊજવે છે, અને નિષ્કારણ કરુણાનો સર્વોત્કૃષ્ટ મહિમા જગતના જીવોને જાહેર કરે છે કે જાગો રે જાગો ! તે પ્રભુ આજે મોક્ષે ગયા. અહા ! તે પૂર્ણ પવિત્રદશાનું સ્મરણ થતાં ધર્માત્મા વિશેષ-વિશેષ જાગૃતિનો પુરુષાર્થ ઉપાડીને સ્વરૂપનાં ગાણાં ગાય છે. સર્વજ્ઞ પ્રભુનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વકાળ-પર્યાય પૂર્ણ થયો તે દિન દિવાળી છે. તે દિવસે દેવોએ રત્નોના દીવા પ્રગટાવી ઉત્સવ કર્યો હતો તે દિનથી દિવાળી કહેવાય છે. સંસારપર્યાયનો અંત અને શુદ્ધ પર્યાયની ઉત્પત્તિ તે “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.' એવા પરમ પ્રભાવક સર્વજ્ઞ ભગવાનનો મહોત્સવ છે, “વીર જિનેશ્વર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત જિનેશ્વર” હે વીર પરમાત્મા! પૂર્ણ વીતરાગ સ્વરૂપની સ્થિરતામાં રાગ કે પુણ્ય-પાપના વિકલ્પથી ભંગ મ પડશો. એ જ પૂર્ણ સસ્વરૂપનો આદર છે, મહિમા છે. વીતરાગ પ્રભુના પવિત્ર નિર્વાણ સ્વરૂપ સિવાય બીજામાં આદરનો અંશ પણ ન હજો. એક પૂર્ણ વીતરાગપદ એ જ મારું પરમપદ છે; એ પરમપદની પ્રાપ્તિનો ઉત્સવ, પૂર્ણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #333 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬] [ ૩૦૭ પવિત્ર અકષાયનો પ્રમોદ, અનુમોદનરૂપ ઉત્સાહમાં કોઈ પ્રકારનો ભંગ ન પડશો. જવાબદારી લઈને કહે છે કે “બીજો મન મંદિર આણું નહિ, એ અમ કુળવટ રીત, જિનેશ્વર” ખાનદાન સજ્જન હોય તે કુળને લજ્જા ઊપજે તેવું ખોટું કામ ન કરે; તેમ શ્રી આનંદઘનજી કહે છે કે મારા શુદ્ધ પવિત્ર ધર્મમાં રાગાદિનું મિશ્રપણું ન હોય. ભાવ સમિતિ-ગુતિ, ભગવતી દીક્ષા તે તો અમારી માતા છે, અને પૂર્ણ વીતરાગ સિદ્ધ ભગવાનરૂપ શુદ્ધ-પદ તે અમારા પિતા, એ અમારા લોકોત્તર ખાનદાન કુળની વટ-રીત છે. પતિવ્રતા સ્ત્રીના હૃદયમાં બે ધણી ન હોય તેમ મારો પતિ પૂર્ણ શુદ્ધ વીતરાગ તે નિયમમાં બીજાનો એટલે કે પુણ્યનો પરાધીનતાનો વિકારી ભાવનો અંશ પણ આદર ન હોય, જેમ મહાસતી રાજુલા, અસ્થિર થતાં રહનેમીને કહે છે કે તું સજાત મટીને કલંકવાળો કેમ થાય છે? તું આવી પામરતા કરવા કરતાં બ્રહ્મચર્ય માટે મૃત્યુ પામ્યો હોત તો તારી પ્રશંસા કરત. એમ પોતાના શુદ્ધ નિર્દોષ ધર્મકુળની વટ રાખી, અનંત સંત મુનિવરો ધર્માત્માઓ આપના જેવા જ પૂર્ણ પરમાત્મા થઈ ગયા, એ અમારા લોકોત્તર સિદ્ધ સુજાત કુળની વટ છે. તે પ્રભુતાને અવલંબતા અમે, પ્રભુ! તારાં જ ગાણાં ગાઈશું, “ધર્મ જિનેશ્વર ગાઉં હો રંગશું.” ધર્મ નામ આત્માનો સ્વભાવ તેમાં ટકી રહેવું તે જ ચારિત્ર, આરાધના છે; જે પદ શ્રી વીરપ્રભુ પામ્યા તે જ પરમપદ તેના ભક્તો પામે છે, કારણ કે જેને સત્નો આદર છે તેને અસત્નો આદર ન જ હોય. | દિવાળીના દિવસે લોકો ભાવના ભાવે કે શાળિભદ્રની ઋદ્ધિ હજો. એનો અર્થ એમ થાય કે જડના કુકા (પૈસા) અને બંગલા અમને હજો. સંસારની પરાધીનતા સદાય રહેજો. ત્યારે જ્ઞાની કહે છે કે અમારો આત્મા શુદ્ધ ચેતનતા વિના ન રહેજો, એટલે કે શાલિભદ્રને બદલે સિદ્ધ ભગવાનની ઋદ્ધિ હજો. લોકો લખે છે કે બાહુબળજીનું બળ હજો, એટલે લડાઈ, સંસારની ખટપટ, સંસારી વ્યાપાર આદિની હરીફાઈનું ઔપાધિકરૂપ દુઃખરૂપ બળ હજો, ભરત ચક્રવર્તી બાહુબળજીને લડવામાં ન પહોંચી શક્યા એવું બળ અજ્ઞાની માગે છે, ભરત ચક્રવર્તીના ચક્રની એક હજાર દેવો સેવા કરતા હતા, સગા ભાઈ ઉપર શસ્ત્રથી ઘાત કરવા દેવોને મોકલ્યા, પણ દેવો પાછા આવ્યા. બાહુબળજીને સંસાર-રાજ્યાદિથી વૈરાગ્ય થયો, નગ્ન મુનિ થઈ જંગલમાં ધ્યાનમાં બેઠા; છતાં ભરતને માઠું લાગ્યું હશે એવી માનની ખટક અંદર રહી ગઈ, તેથી કેવળજ્ઞાન અટક્યું. કંઈક ખટકયું તો અટક્યો. જ્ઞાન તો જે વિકલ્પ આવે તેને જાણે કેમ કે જ્ઞાનનું સ્વરૂપ સળંગ જાણવું છે; જો રાગવડે અટકીને જાણે તો અટકવું થાય છે. બાહુબળજીએ એ માન કષાયની વૃત્તિને પુરુષાર્થથી તોડી, કે તરત અખંડ શુદ્ધ કેવળજ્ઞાન પ્રગયું. અમર્યાદિત અખંડ સ્વભાવમાંથી ભેદકલ્પનાનું શલ્ય ટાળી, બાહુબળનું કેવળજ્ઞાનનું બળ હો એવી તત્ત્વદેષ્ટિ સહિત પૂર્ણ કેવળજ્ઞાનની ભાવના હોવી જોઈએ. લોકો ચોપડાના પૂજનમાં લખે છે કે “અભયકુમારની બુદ્ધિ હજો,” તેમાં લોકો સંસારના ઉકેલ માટે ક્રોધ, માન, માયા, લોભમાં ચતુરાઈ કરવાની બુદ્ધિ ઈચ્છે છે, ગણધરદેવની બુદ્ધિ એવી તીક્ષ્ણ અને મહા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #334 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૮] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા મહિમાવંત છે, કે ત્રિલોકનાથ સર્વજ્ઞપ્રભુનો દિવ્યધ્વનિ છૂટે છે, તે મહા અતિશયવાળી વાણીને ટૂંકામાં ઘણી સમજીને પચાવી શકે છે. ચૌદ પૂર્વ અને બાર અંગની રચના કરી શકે એવી મહિમાવંત ઋદ્ધિબુદ્ધિ પ્રગટ થાય છે. સર્વજ્ઞ વીતરાગનાં પેટ-મહા મહિમાવંત જ્ઞાનભંડાર, આત્માનું સામર્થ્ય પ્રગટ થવારૂપ બુદ્ધિ હજો એવી સાધક માગણી કરે છે. નિર્દોષ પવિત્ર પૂર્ણ જ્ઞાનની ભાવના હોય ત્યાં પછી સંસારની ભાવના કેમ હોય? આજના કલ્યાણક મંગળિક દિવસે તો અપ્રતિહત મંગળિક અર્થાત્ આવ્યું પાછું ન ફરે એવા વીતરાગસ્વરૂપની ભાવના ભાવો. [વીર સંવત્ ૨૪૬૬, વિક્રમ સંવત્ ૧૯૯૬ કારતક સુદ ૧ રવિવાર તારીખ ૧૨-૧૧-૩૯ પદ્મનંદિ પંચવિંશતિકા ૧૭મો અધિકાર સુપ્રભાત અષ્ટક.] આચાર્ય મહારાજે આત્માનું સુપ્રભાત કર્યું છે. હિંદી સમયસારજીમાં પ૬૩મે પાને શ્રી અમૃતચંદ્ર આચાર્ય પણ સતબોધ કેવળજ્ઞાનદશાનું પ્રગટ સુપ્રભાત થવાનું વર્ણન કરે છે. આત્મસ્વભાવનો વિકાસ થતાં અનંત ચતુષ્ટય મંડિત કેવળજ્ઞાનલક્ષ્મી-સુપ્રભાત પ્રગટ થાય છે. તે પૂર્ણ રત્નત્રયયુક્ત શુદ્ધ આત્મપદના મહિમાનું પ્રથમ મંગળરૂપે વર્ણન કરે છે કે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ષ્યારિત્રથી પૂર્ણ અભેદ કેવળજ્ઞાન-સુપ્રભાત જે મુનિરાજને પ્રગટે તેમને નમસ્કાર કરું છું. આજે રવિવાર અને રવિનું પ્રભાત તથા નવીન વર્ષ છે. શ્રીમદ્ગી પુષ્પમાળામાં પ્રથમ વાક્ય છે :રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થવા ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. હવે અખંડ જ્ઞાયક સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન-શાન પ્રગટ કરી અજ્ઞાનરૂપી ભાવનિદ્રા ટાળવા પ્રયત્ન કરજો. અહીં શ્રી પદ્મનંદી આચાર્ય કહે છે કે આત્માનાં અનંત જ્ઞાનદર્શનને આવરણ કરનાર અજ્ઞાનરાત્રિ-અંધકારનો વ્યય અને જ્ઞાનભાનુનો ઉદય થતાં તે આવરણનો નાશ થાય છે. અને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય પ્રગટ થયું છે, પાનંદી પંચવિંશતિકાની મરાઠી ટીકામાં એમ લખ્યું છે કે નિઃશેષ “અંતરાયલય” ગુણના વિકાસને રોકવામાં નિમિત્ત એવાં ઘાતિ કર્મોનો પૂર્ણ શુદ્ધ જ્ઞાનબળથી ક્ષય કર્યો. પ્રકૃષ્ટ પુરુષાર્થ વડે નિર્બળતાનો ક્ષય કર્યો છે, એટલે અનંત કેવળજ્ઞાનજ્યોતનું બળ પ્રગટ થયું છે. તેથી રાત્રિનો વ્યય અને પ્રકાશનો ઉત્પાદ થતાં સુપ્રભાત પ્રગટયું, અને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપી દિવ્યચક્ષુ ખુલી ગયાં. આત્માનું કેવળદર્શન તથા કેવળજ્ઞાન કે જે અપ્રતિતપણે જ હોય છે, તેને પ્રગટ કરનાર મુનિશ્વરને નમસ્કાર કરું છું. પ્રભાત થતાં રાત્રિનો નાશ થાય છે અને પ્રકાશની ઉત્પત્તિ થાય છે, તેમ મોહનીય કર્મમાં જોડાવાથી થતી અંધકાર સહિત નિદ્રાનો સત્ય પુરુષાર્થવડે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #335 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬] [૩૦૯ નાશ થાય છે અને કેવળજ્ઞાનજ્યોતિરૂપ સુપ્રભાત પ્રગટ થાય છે તે આત્માને હું નમસ્કાર કરું છું. સમયસાર આત્મખ્યાતિ ટીકામાં અમૃતચંદ્ર આચાર્ય મહારાજ કેવળજ્ઞાન સુપ્રભાતનો મંગળિક કળશ મૂકે છે : चित्पिंडचंडिमविलासिविकासहास: शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः। आनंदसुस्थितसदास्खलितैकरूप સ્તચૈવ વાયyયત્યનારિાત્મા ( સમયસાર-કળશ ર૬૮) આત્મા ચૈતન્ય ભગવાન વિશેષ સ્વરૂપ શુદ્ધ છે; તેનાં શુદ્ધ શ્રદ્ધા અને જ્ઞાનવડે સુપ્રભાતરૂપ કેવળજ્ઞાનસ્વરૂપ સૂર્ય ઉદય થાય છે. કેવો છે આત્મા? ચૈતન્યપિંડનો નિરર્ગલ વિલાસ કરવાવાળો (જેમાં કોઈ વિઘ કરનાર નથી) એવો જે આત્મા તેનું પ્રફુલ્લિત થવું થાય છે. પૂર્ણ શુદ્ધતા થવી તે ફૂલવું છે. શુદ્ધ પ્રકાશના સમૂઠવડે ઉત્તમ પ્રભાતની જેમ પ્રગટે છે. સૂર્યપ્રકાશનો સંયોગ થતાં હજાર પાંખડીવાળું કમળ સરોવરમાં ખીલી ઊઠે છે; તેમ આ સભ્યશ્રદ્ધાના બળથી કેવળજ્ઞાન ખીલ્યું તેને ફરી કરમાવાપણું નથી. સદાય પ્રફુલ્લિત છે, પૂર્ણ સહજ આનંદથી અચલિત એકરૂપ નિરાકુળ શાંતિ છે, જેની બેહદ જ્ઞાનશક્તિની દીતિ અચળ છે, તે સર્વજ્ઞપ્રભુ ભગવાનનો સહજાનંદ પરમ મહિમાવંત મંગળિક છે. અહીં “ચિતિંડ' ઇત્યાદિ વિશેષણથી અનંતદર્શનનું પ્રગટ થવું બતાવ્યું છે. “શુદ્ધ પ્રકાશ” ઇત્યાદિ વિશેષણથી અનંત જ્ઞાનનું પ્રગટ થવું બતાવ્યું છે. “આનંદસુસ્થિત” વિશેષણથી અનંત સુખનું પ્રગટ થવું દેખાયું છે, અને અચલાચિં” વિશેષણથી અનંતવીર્ય (બલ) નું પ્રગટ થવું બતાવ્યું છે. અનંત ગુણ પ્રગટયા તેને ચળવા ન દે એવું અચળ વીર્ય પ્રગટયું છે. એવો આત્મસ્વભાવ અમને પણ પ્રગટ થાઓ, એમ આચાર્ય મહારાજ વિશાળ ભાવના ભાવે છે. આત્મસ્વરૂપભાનુ (રવિ) અજ્ઞાન અંધકારનો નાશ કરીને ઊગ્યો તે ફરી અસ્ત પામે અગર ચળે તેમ નથી. એ જવાબદારી રાખીને કેવળજ્ઞાનપ્રભાતને નમસ્કાર કરેલ છે. કારતક સુદ ૧૫ ને રવિવારે શ્રીમદ્રનો જન્મ-દિવસ હતો. તે ટાણાના આ ૭૨ મે વર્ષે પણ શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ-દિવસ એ જ દિવસ, માસ અને રવિવારે આવે છે. નિયમ છે કે દર છત્રીશમેં વર્ષે માસ, તિથિ અને વાર એક જ વાર આવે છે. “સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણકારકં” એવું કેવળજ્ઞાનપ્રભાત છે, અને તેનું કારણ સમ્યગ્દર્શન છે; સમ્યજ્ઞાન પણ આત્મા જ છે. આત્મભાનની ભૂમિકામાં સર્વ મંગળરૂપ છે. જેમ એક ખાંડી અનાજ વાવતાં હજારો પૂળા ઘાસ વચ્ચે થઈ જાય છે; તેમ આત્મજ્ઞાનની ભૂમિકામાં પૂર્ણતાની ભાવના ભાવતાં તેની પાછળ તીર્થકરપદ, ચક્રવર્તી, ઇંદ્રાદિના મોટાં પુણ્યપદ આવે છે છતાં ધર્માત્મા તેની ઈચ્છા કરતા જ નથી. એકવાર ગૌતમ સ્વામીને કેશી સ્વામી પૂછે છે કે “ગન્ધયારે તમે ઘોરે વિકૃત્તિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #336 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પાળિો વઘુ ” અંધકારરૂપ અજ્ઞાનરાત્રિ જગત ઉપર ફરી વળી છે, તેનો ઉજ્જવળ ઉદ્યોત કરનાર જગતમાં કોણ હશે? ગૌતમ સ્વામી કહે છે કે અરે કેશી ! એવો કોઈ નિર્મળ ભાનુ ઊગ્યો છે કે સર્વ જીવોના અંતરંગમાં [ હૃદયપટમાં) જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા અમૃતધારાનો પ્રવેશ થતાં તે જીવોનું પરમ કલ્યાણ થાય છે. તીર્થકર ભગવાનના દિવ્યધ્વનિ વડે આત્માની સ્વતંત્રતાની જાહેરાતરૂપ વીતરાગનાં દિવ્ય વચનોનો ધોધ છૂટતાં, અનેક પાત્ર (લાયક ) જીવનાં હૃદયકમળ વિકાસને પામી જાય છે. કેશી સ્વામી - એવો તે રવિ કહેતાં સુપ્રભાતભાનુ કેવો હશે, કે જે જગતનાં અજ્ઞાનઅંધકારને ટાળીને અજ્ઞાન-મોહ અંધકારમાં દુઃખી થતાં જીવોને આત્મધર્મનો પ્રકાશ દેખાડશે? તેનો ઉત્તરઃ- વર્તમાનમાં જેમ ભગવાન મહાવીર થયા તેમ ભવિષ્યમાં પણ તીર્થકર થવાના છે. તે ભગવાન સર્વજ્ઞરૂપ ભાનુ ઉદયમાન પ્રગટપણે ચોરાશી હજાર વર્ષ પછી આ ક્ષેત્રે થશે. જેનો સંસાર નાશ થઈ ગયો છે, દર્શનમોહાદિ કર્મનો ક્ષય થયો છે, બાકીનાં અલ્પ પ્રારબ્ધ કર્મને ક્ષય કરવા માટે ચોરાશી હજાર વર્ષ પૂરા થયે શ્રી શ્રેણિક રાજાનો આત્મા જગતના અજ્ઞાન અંધકારનો નાશ કરવા, હવેની ચોવીશીમાં મહા ઐશ્વર્યવંત પહેલાં તીર્થકર સર્વજ્ઞ ભગવાન થશે. આ ભરતક્ષેત્રમાં પ્રભાકર સર્વજ્ઞ ભગવાન થવાની લાયકાતવાળો તે આત્મા ત્રણ જ્ઞાન સાથે લઈને આવશે. ગર્ભમાં આવ્યા અગાઉ છ મહિનાથી સ્વર્ગમાંથી દેવી, કુમારિકાઓ આવીને તીર્થકરના માતાની સેવા કરશે અને ઈદ્રો આવીને સ્તુતિ કરશે કે-ધન્ય માતા, આપની કૂખે તીર્થકર ભગવાનનો આત્મા આવશે, અને થોડા વખત પછી નિગ્રંથ મુનિ થઈને સુપ્રભાત કેવળજ્ઞાન-આત્માની પૂર્ણ ઐશ્વર્યદશા પ્રગટ કરશે અને તેમના નિમિત્તથી હજારો, લાખો આત્માર્થી જીવો આત્મધર્મ પામશે માટે આપને ધન્ય છે! અહીં સુપ્રભાત કેવળજ્ઞાનનું મહા મંગળગીત આચાર્ય પરમેષ્ઠી ગાય છે. ભગવાન પદ્મનંદી આચાર્ય નગ્ન દિગંબર નિગ્રંથ મુનિ હતા, આત્મધ્યાનમાં મસ્ત હતા. અમૃતમય અધ્યાત્મરસમાં કલમ બોળીને આ પરમ મંગળિક સુપ્રભાત શ્લોકની રચના કરી છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે સુપ્રભાતરૂપ મંગળની આત્મખ્યાતિમાં કળશપણે રચના કરી છે. શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ મે વર્ષે પુષ્પમાળા ઉપર મંગળ કળશ મૂક્યો છે. અહીં પદ્મનંદી આચાર્ય ભગવાને પણ મંગળ કહ્યું કે, રાત્રિનો અંધકાર ટળતાં અને પ્રભાત થતાં ચક્ષુ ઊઘડે છે, તેમ અજ્ઞાન અંધકારનો નાશ કરનાર રવિરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાનમય નેત્રોવડે પ્રભાત થયું છે. શ્રીમદ્ પણ કહે છે કે “કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દુર થાય.” જે અનંતકાળથી મોહરૂપી નિદ્રામાં સૂતેલા હતા તે જાગ્યા, જેમના સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનરૂપ ચક્ષુઓ ખૂલી ગયાં અને જેઓ આત્મસ્વરૂપની સ્થિરતામાં એકાગ્ર સ્વરૂપસ્થિત છે એવા મુનિશ્વરોને નમસ્કાર કરું છું. આ રવિવાર, નવું વર્ષ અને પ્રભાકરનો ઉદ્યોત-તેને પરમાર્થ સ્વરૂપમાં ઘટાવીએ તો એનો અર્થ એ છે કે, શુદ્ધ આત્મસ્વરૂપ સુપ્રભાત (કેવળજ્ઞાન ) ની ભાવનાવાળાને આ તત્ત્વનું બીડું પ્રગટયું છે; તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #337 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬] [૩૧૧ નિઃસંદેહ-નિર્ભયપણે આત્મસ્વરૂપના વૈભવનાં એટલે કેવળજ્ઞાનનાં ગાણાં ગાય છે, અને તીર્થંકરાદિ ભગવંતના વીતરાગસ્વરૂપનો મહિમા પ્રગટ કરે છે. તે બોધિબીજ પૂર્ણતાને લક્ષે છે, અને તે કોઈ દિવસ પાછું ફરે તેમ નથી. શ્રી આનંદઘનજી પણ રવિનું સુપ્રભાત મહામંગલિક કહે છે “દર્શન દીઠે જિનતણુજી સંશય ન રહે વેધ; દિનકર કરભર પ્રસરતાંજી, અંધકાર પ્રતિષેધ, વિમળજિન દીઠાં લોયણ આજ, મારા સિધ્ધાં વાંછિત કાજ.” વિમળ = રાગાદિ પુણ્ય-પાપના મેલ રહિત શુદ્ધ આત્મપદ, તેની યથાર્થ શ્રદ્ધવડ જે ગુણ પ્રગટયો, સમ્યગ્દર્શન થયું અને જાણ્યું કે હું પૂર્ણ કૃતકૃત્ય પરમાત્મા જેવો જ છું, હવે ભવશંકા મળમેલનો અવકાશ મારામાં નથી, એ જિનવરનો લઘુનંદન આત્મસ્વભાવરૂપમાં સ્થિત થયો ટક્યો, તે પાછો કેમ ફરે? “દુઃખ દોહંગ દૂર ટળ્યાં રે, સુખ સંપદશું ભેટ, ધીંગ ધણી માથે કિયોરે, કુંણ ગંજે નરખેટ;” વિમળજિન દીઠાં લોયણ આજ. હે શુદ્ધ સહજાન્મસ્વરૂપ પરમાત્મા ! હે વીતરાગ ચૈતન્યઘન જ્ઞાનમૂર્તિ! મેં આપને જ ઘણી ધાર્યા છે. હે પ્રભુ! આપના પૂર્ણ પવિત્ર વીતરાગતા અને કેવળજ્ઞાન પ્રભાકર ભાનુના દર્શન કર્યા, તેથી દુઃખ અને નિર્ધનતા ટળીને સુખ તથા સધનતા થઈ છે. તેની પ્રતીતિ વડે કહું છું કે “દુઃખ દોહગ દૂરે ટળ્યાં, અને સુખ સંપદ શું ભેટ.” ત્રિલોકનાથ તીર્થંકરદેવ માથે ઘણી વાર્યો, અને એ પૂર્ણ શુદ્ધ છે એવો સ્વીકાર કરી કહે છે કે હું પૂર્ણ આપના જેવો જ સ્વભાવે છે. એમ પૂર્ણતાના ભાને જાગ્યો તે શ્રદ્ધામાંથી સંશય ટાળીને વિરોધ મટાડીને, એ સિદ્ધની જાતનો અતીન્દ્રિય પુરુષાર્થ લઈને જાગ્યો છે તેથી તે પાછો ન ફરે નિઃસંદેહરૂપી સમ્યગ્દર્શન સૂર્ય-કરભર-પૂર્ણતાનો અંશ, સાધકસ્વભાવ પ્રગટ થતાં, પૂર્ણની રુચિનું જોર ઊછળતાં કહે છે કે “દિનકર કરભર પ્રસરતાંજી, અંધકાર પ્રતિષેધ, વિમળજિન દીઠાં લોયણ આજ, મારા સિધ્ધાં વાંછિત કાજ.” આત્માનો ગુણ પ્રગટયો પાછો ન ફરે એનું નામ અપ્રતિહત સમ્યક સુપ્રભાત છે. સુપ્રભાતની પદ્મનંદી ગાથા यत्सचक्रसुखपदं यदमलं ज्ञानप्रभाभासुरं लोकालोकपदप्रकाशविधिप्रौढंप्रकृष्टंसकृत् उद्गभूते सति यत्र जीवितमिव प्राप्तं परं प्राणिभिः त्रैलोक्याधिपतेर्जिनस्य सततं तत्सुप्रभातं स्तुवे।।२।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #338 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૨] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા રવિ એવા સુપ્રભાત-કેવળજ્ઞાનસ્વરૂપ ત્રિલોકનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. એવો સનાતન નિયમ છે કે ત્રિલોકનાથ તીર્થકર ભગવાન પૂર્વ ભવથી તૈયારી લઈને આવ્યા છે, તેમના નિમિત્તથી ઘણા જીવોનું કલ્યાણ થવાનું છે, તેથી તેમનો જન્મ થતાં જ ત્રણે લોકમાં અજવાળાં થાય છે, અને બધાં પ્રાણીને બે ઘડી શાતા (સુખ) થાય છે. નરકવાસી દુઃખી જીવોને પણ અનંત દુઃખની વેદના ટળીને બે ઘડી શાંતિ થાય છે, તેથી કરુણાભંડાર ત્રિલોકનાથ એવા ઉપકારીપણાના બિરુદનું આરોપણ તેમને કરવામાં આવે છે. સર્વ દુઃખથી રહિત જેને થવું હોય, તેણે તેમની અકષાય (રાગરહિત) સ્વરૂપસ્થિત કરુણાને જાણીને, માનીને, તેનું અનુચરણ કરવું, “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય ! આરાધ્ય! પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્વાશે.” સર્વજ્ઞ પરમાત્માનો વિશ્વાસ કરી અને એ સમાન તારું પોતાનું સ્વાધીન સ્વરૂપ છે તેની સેવા કર, પરભાવ, રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, પુણ્ય-પાપ, સર્વ ઉપાધિ રહિત થવાનો ઉપાય એક સર્વજ્ઞ વીતરાગપ્રણીત આત્મધર્મ છે. નિર્દોષ આત્મધર્મ તેને કહીએ કે જેમાં રાગ-દ્વેષ, પુણ્ય-પાપની શુભ-અશુભ વૃત્તિ પણ અવકાશ ન પામે, એવો શુદ્ધ વીતરાગસ્વભાવ તે જ નિજપદ અને નિરૂપાધિક શાંતિ છે તે મને પ્રગટ હો. પાર્શ્વપ્રભુની સ્તુતિમાં કહે છે કે - ઉપશમ રસ વરસે રે, પ્રભુ તારા નયનમાં; હૃદયકમળમાં દયા અનંત ઊભરાય જો. હે વીતરાગ ! હે ચિદાનંદમૂર્તિ! હે કૃપાનાથ! સર્વશદેવ! મેં આપને ઓળખ્યા છે, તેથી હું આપની કૃપાને પાત્ર છું. મેં આપની અકષાય કરુણાને માની છે. સર્વ ઉપાધિ રહિત શુદ્ધ આત્મપદનો યથાર્થ નિર્ણય કરી, સંસારના ભાવ છોડીને જે વીતરાગસ્વભાવને શરણે ગયા તે, હે નાથ ! તમારા જેવા પૂર્ણ શુદ્ધ થઈ જવાના. જેણે પ્રથમથી જ આત્મસ્વરૂપની શ્રદ્ધા, જ્ઞાન અને વીતરાગસ્વરૂપની ભાવના ભાવી નથી, સંસારથી વૈરાગ્ય કર્યો નથી, સનું શ્રવણ-મનન કર્યું નથી, તેથી ઘડપણમાં સસ્વરૂપની રુચિ નહિ થાય. જેને જેની રુચિ તેમાં તેને વાયદા ન હોય. પ્રશ્ન :- જે બહુ પાપી જીવ હોય તેને વર્તમાનમાં ફળ કેમ ન મળે? ઉત્તર :- એ જીવ દુઃખી થાય એવી શ્વેષભાવના સજ્જન ન કરે. મરેલાને પાટુ ન મરાય, પાપી ઉપર પણ દયા હોય. એ જીવને મહા મૂઢતા છે તે જોઈએ જ્ઞાની મધ્યસ્થ રહે છે, અને જાણે છે કે તે જીવ તેના ભાવથી જ ભયવશ દુઃખી દુઃખી જ છે, તેથી તે પ્રત્યે તેમને કરુણા આવે છે. સો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી,” એ કથન અહીં પરમાર્થમાં ઘટે નહિ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #339 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૧૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૬] ક્ષણભરમાં પાપી પણ જ્ઞાની ધર્માત્મા થઈ શકે છે. વીંછીનું દૃષ્ટાંતઃ- એક મનુષ્ય વહેતી નદીના પૂરના પ્રવાહમાંથી વીંછીને કાઢતો હતો, વીંછીને હાથમાં લીધો કે તરત જ ડંખ માર્યો, ફરી બીજા હાથમાં લીધો તો ફરી ડંખ માર્યો. એમ ઘણા ડંખ માર્યા, છતાં હાથમાં પકડી રાખ્યો. ત્યારે નદીને કાંઠે ઊભેલા લોકોએ ઠપકો દીધો કે જે ડંખ મારે તેને તું કેમ બચાવે છે? ઉત્તરઃ- દુર્જન દુર્જનતાને ન છોડે, તો સજ્જન સજ્જનતા કેમ છોડે ? એ ઉપરથી સાર એ લેવાનો છે કે અધર્મી-અને પાપી પામર જીવો પ્રત્યે દ્વેષ ન કરવો; પણ મધ્યસ્થ રહેવું. ગઈ કાલનો મહા પાપી આજે મોટો ધર્માત્મા-પવિત્ર આત્મા થઈ શકે છે. જે પોતાનું સાચું હિત સમજશે તે સુખી થશે શ્રી દેવચંદ્રજી કહે છે કે : “તુજ કરુણા સહુ ઉપરેજી, સરખી છે મહારાય; પણ અવિરાધક જીવનેજી, કારણ સફળું થાય રે. ચંદ્રાનન જિનજી સાંભળીએ અરદાસ.” હે નાથ! તારી સર્વજ્ઞસ્વભાવી અકષાયકરૂણા જે અવિરાધક જીવ સમજીને સ્વીકારે તેને અનંતો ઉપકાર થાય છે. પણ જેણે તારા વીતરાગસ્વરૂપ લોકોત્તર માર્ગનો આદર નથી કર્યો તે વિરાધક જીવને શું ઉપકાર થાય? જેને પુણ્ય, પાપ, માનાદિ તથા વિષયભોગ આદિની ઈચ્છા-મમતા છે તેને સત્ સ્વરૂપની રુચિ ક્યાંથી થાય? દિવાળી અને નવું વર્ષ એમ કાળ તો બદલાયા કરે છે, પણ શુદ્ધાત્મસ્વરૂપની યથાર્થ શ્રદ્ધાવડે સમ્યગ્દર્શનનો પ્રકાશ કરીને આ સુપ્રભાત ( પૂર્ણ કેવળજ્ઞાન) નાં ગાણાં તો એવાં છે કે સમસ્ત જીવોને સદા સુખ દેનારાં છે. સૂર્ય તો અમુકને પ્રકાશ કરે, પણ આ જ્ઞાન સુપ્રભાતપ્રભાકર તો અત્યંત મહાન છે; તે સર્વ જીવોને પ્રકાશ આપનાર છે. જેને પૂર્ણ સ્વરૂપે પ્રગટ થાય છે, તે સર્વજ્ઞ વીતરાગ ભગવંત કહેવાય છે, ત્રણ લોકના નાથ કહેવાય છે. તેની સાનિધ્યમાં બેઠેલા જીવોને ઘણું સુખ થાય છે. સૂર્ય પ્રભાત-કાળમાં ઉદિત થાય છે, અને સાંજે અસ્ત થતો દેખાય છે; પણ જિનેશ્વર ભગવાનને કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. તે કદી અસ્ત પામતી નથી. તે જ્યોતિ પ્રગટ થતાં ત્રણ લોકમાં અજવાળું અને બધા જીવોને શાંતિ થાય છે. નરકના અતિ દુઃખી જીવોને પણ બે ઘડી શાંતિ થાય છે. એવો ઉત્કૃષ્ટ મહિમા જેનો છે, એવા કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે હું તેમને નમસ્કાર કરું છું. તીર્થંકર પ્રભુને કેવળજ્ઞાન પ્રગટ થતાં વિદ્યાધરો અને દેવીઓ એમની પૂર્ણ વીતરાગતા-પવિત્ર કેવળજ્ઞાન સ્વરૂપનાં ગાણા ગાય છે, સ્તુતિ કરે છે. વિદ્યાધરો પ્રભુના ભક્ત હોય છે, તેમની કન્યાઓ બહુ સુંદર રીતે પ્રભુનાં સ્તવન ગાય છે એવા શ્રી અરિહંત ભગવાનનું કલ્યાણકારી સુપ્રભાત (કેવળજ્ઞાન મંગળિક ) –સપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો ! [તા. ૧૩-૧૧-૩૯] ૮૬ મી ગાથામાં એમ કહ્યું કે શુભ અધ્યવસાય એ જ મુખ્યપણે તો દેવલોક છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #340 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અને અશુભ ભાવ તે નરકાદિ ગતિ છે, કારણકે જે ભાવનો જીવ કર્તા થાય, તે ભોગવવાનાં તે ગતિ અને પ્રકૃતિની અવસ્થાનાં ભોગ્યસ્થાનો ચૌદ બ્રહ્માંડમાં છે. “તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્યસ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ પરમાણુની સ્થૂળ-સૂક્ષ્મ અવસ્થા પુદ્ગલનું અચિંત્ય સામર્થ્ય, તથા જીવનું અચિંત્ય વિર્યઆદિનો અહીં ઘણો વિચાર સમાય છે. લોહચુંબક પત્થર અને લોઢું એ બેઉ જડ-અચેતન છે છતાં તે સ્વયં કાર્ય કરે છે. તેમ પુદ્ગલને અનેક પ્રકારે વિચારીએ તો પુદ્ગલમાં સ્વયં ભોકતૃત્વ શક્તિ છે. જીવમાં પણ અસંખ્યાત પ્રકારના શુભ-અશુભ પરિણામરૂપ અધ્યવસાય થાય છે. આત્માના વીર્યનું જે શુભ-અશુભ કર્મની અવસ્થામાં જોડાવું થાય છે તે ભૂલપણે ભોગવવાની યોગ્યતા અને સ્વાધીન અવિકારી પરિણામ, બેઉનો વિચાર કરો તો માલુમ પડશે કે જીવ અને અજીવ દ્રવ્યનું સામર્થ્ય સૌ સૌની સત્તામાં છે. જડમાં પણ અનેક અચિંત્ય શક્તિ છે. એક જ જાતના પરમાણુમાં ક્ષણવારમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાઈ જાય છે. જેમ દૂધમાંથી દહીં, દહીંમાંથી ઘી, દૂધ બગડી જાય છે તે બગડી જવાની તેનામાં શક્તિ છે; એવી રીતે જ દરેક પુદ્ગલમાં ગળવું, મળવું, સડવું, પડવું, ગતિરૂપ થવું એવો જડનો સ્વભાવ છે. એક પરમાણુ એક સમય માત્રમાં લોકના છેડાથી ગતિ કરીને ચૌદ રાજલોક પ્રમાણે શીધ્ર સ્વયં જઈ શકે છે. દરેક પદાર્થમાં પરથી જુદાપણાની સહજ શક્તિ છે, તે તેની સત્તામાં ટકીને બદલે છે. તેમાં ઈશ્વર કંઈ ભોગવાવે એ વાત સંભવતી નથી. ૮૬ - હવેની ગાથામાં શિષ્ય કહે છે કે આપે કર્તા-ભોક્તાપણું જે પ્રકારે કહ્યું, તે વાતનો અંતરથી વિચાર કરતાં તેનું યથાર્થપણું સમજાય છે. પણ આત્મા કર્તા-ભોક્તા ઠર્યો તો પછી તે પુણ્યપાપના શુભ-અશુભ પરિણામવાળા બંધથી નિવૃત્ત થવા યોગ્ય રહેતો નથી. તે શંકાની ગાથા હવે કહે છે : કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭ હવે શિષ્યમાં વિવેકબુદ્ધિ વધે છે. હા પાડતો કહે છે કે આપની કહેલી દલીલ અને મારો ભાવ મળે છે. એટલે આત્મા છે, નિત્ય છે, કર્તા અને ભોક્તા જે પ્રકારે છે તે જાણ્યું, પણ તેનો મોક્ષ કેમ થાય તે જણાતું નથી. કારણ કે કર્મ કરવારૂપ દોષ વર્તમાનમાં વર્તે છે, તેથી ભાસે છે કે શુભ-અશુભ પરિણામ મારા, અને હું તેનો કર્તા, એમ ઇષ્ટ-અનિષ્ટપણું વર્તમાનમાં વર્તે છે તો ભવિષ્યમાં તે ભૂલ કેમ ટળશે? તેનો ઉત્તર ગુરુ આપે છે કે- તેં જાણ્યું કે વર્તમાન પૂરતી જ ભૂલ છે, તે ભૂલ રહિત તું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #341 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૮] [ ૩૧૫ ત્રિકાળ શુદ્ધ સ્વભાવે છે, તો નિત્યના આશ્રયે આ વર્તમાન ક્ષણિક અવસ્થામાંથી દોષ ટાળીને, નિર્દોષ અભિપ્રાયની સળંગ, પૂર્ણ પવિત્ર જ્ઞાનઘન વીતરાગતા સાથે મેળ કરી લે; એટલે તે શુભ અને અશુભથી નિવૃત્ત થતાં, આત્માના જ્ઞાતા-દ્રષ્ટા-સાક્ષી સહજસ્વભાવમાં રહેવાથી તે દોષનું ટળવું થશે. આ દોષ વર્તમાનમાં દેખાય છે, તે દોષરહિત ગુણ પણ છે; માટે તે ગુણને તું ગ્રહણ કર એટલે દોષનું ટળવું સ્વયમેવ થશે. આ શંકાનો ઉત્તર ગાથારૂપે હવે પછી આવશે. અહીં તો શિષ્ય કહે છે કે આ વર્તમાનમાં તો દોષ છે, તે દોષ ન ટળે તો મોક્ષ કેમ થાય? ૮૭ હવે શિષ્ય વિચાર કરીને બીજી આશંકા રજૂ કરે છે : શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮ મને તો એમ લાગે છે કે દયા પાળીએ, વ્રત, શીલ વગેરે શુભકાર્ય કરીએ, જગતનું ભલું કરીએ, એવાં પુણ્યપરિણામથી તેનું ફળ દેવગતિમાં સુખ ભોગવવું થાય છે. અને પાપનાં પરિણામ-હિંસા અને ચોરી આદિનાં કાર્યો કરે, કરાવે અને અનુમોદે તો તેનું ફળ નરકગતિ થાય, તેથી જીવનો મોક્ષ થવો સંભવતો નથી. જો જીવનો મુક્ત સ્વભાવ હોય તો આજસુધી તેનો મોક્ષ કેમ ન થયો? અનંતકાળ વીત્યો પણ શુભ-અશુભ કર્મ કરી બંધભાવ કરવાનો દોષ વર્તમાનમાં પણ છે. શુભભાવ બંધનું કારણ છે એમ તો શિષ્ય અહીં સમજ્યો છે. પુણ્યથી ધર્મ માનનારા તો શુદ્ધ આત્મસ્વરૂપની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે; કારણ કે રાગની રુચિ હોવાથી પરભાવને પોતાના માને છે, કર્તાપણું માને છે, તેમને જ્ઞાતાપણું ક્યાં રહ્યું? જ્ઞાતાપણાનો જેને આદર નથી તેના પુણ્યપરિણામ અને નિગોદના મહા દુઃખનું કારણ થાય છે. સંસારી જીવ પુણ્ય-પાપ વિના હોઈ શકે નહિ. શુદ્ધ આત્માની યથાર્થ શ્રદ્ધા થતાં તે પુણ્ય-પાપનો સ્વામી-કર્તાભોક્તા હું નથી, પણ હું તો મારા શુદ્ધ સ્વભાવનો જ કર્તા-ભોક્તા છું એમ સ્વ અને પરભાવની વહેંચણી કરે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પ્રગટ થતાં પૂર્ણ શુદ્ધ સ્વભાવનું ભાન અને પુરુષાર્થ બેઉ તેને હોય છે; એવા સ્વભાવનું ભાન હોવા છતાં પણ જે કંઈ રાગ-દ્વેષ આદિ દોષ હોય તે અલ્પ પ્રમાણમાં થઈ જાય. જે તેમાં ટકતો નથી એટલે સંસારમાં રુચિ આદર નથી તેને શુભાશુભ કર્મફળ નિવૃત્ત થઈ જાય છે. ૮૮ શ્રી ગુરુનો ઉત્તર : જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #342 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ચેતનની અવસ્થાના દોષથી થતાં શુભાશુભ કર્મપદ જાણ્યાં, અને સાથે તેમ પણ જાણું, કે મેં શુભ-અશુભ પરિણામ કર્યા અને તેથી તે થયાં. પણ તેનું ફળ સ્વર્ગ-નરકાદિ ભોગવવાપણું છે. તે શુભાશુભ ભાવ દોષ છે, તેથી નિવૃત્ત થઈ શકાય છે. હું જ્ઞાતા-દ્રષ્ટા, સાક્ષી જ છું, પરમાણુ, પુણ્યાદિ, દેહાદિની ક્રિયા કરવી તે મારો ધર્મ નથી; હું જ્ઞાતા છું, જ્ઞાયક જ્ઞાન સિવાય કરે શું? હું જ્ઞાન છું તેથી તેમાં ટકવાનો પુરુષાર્થ થઈ શકે છે. અજ્ઞાનભાવે હું પરનો કર્તા-ભોક્તા છું, એમ કલ્પના કરી પરમાં સુખબુદ્ધિ મેં માની હતી, તે જ્ઞાનની ભૂલ અવસ્થા મેં કરી હતી. તે ભૂલઅવસ્થા પલટાવીને અભૂલરૂપ જ્ઞાનદશા હું જ કરી શકું. ક્રોધ ટાળીને જેમ ક્ષમા થઈ શકે છે, તેમ જે હું કરું, હું દયાવાળો, પુણ્યવાળો, હું બીજાને બચાવું, સુખી-દુઃખી કરું વગેરે રાગરૂપ પરભાવમાં ટકવારૂપ મિથ્યાભાવ, અને પરમાં સુખબુદ્ધિની કલ્પના હું કરતો, તે અસત્ કલ્પનાથી હું નિવૃત્ત થઈ શકું છું, હું પુણ્ય-પાપ, રાગાદિ નિર્મળ શુદ્ધ સ્વભાવે છું, એમ યથાર્થપણે જાણવું તે સ્વાધીનપણું છે. મારા સ્વરૂપની સ્વાધીનતામાં પર પ્રકૃતિની ઉપાધિ નથી, પુણ્ય-પાપ મેં કર્યા, મેં ભોગવ્યાં તેમ માન્યું હતું, તે પ્રકૃતિની અસરને લઈને મારામાં ઉપાધિ, ઊણપ, હીનતા અને રાગી-દ્વેષીપણું હતું તેનાથી ગુલાંટ મારી એટલે જાણ્યું કે મારો સ્વભાવ પરભાવપણે નથી, પણ નિર્મળ શુદ્ધ અક્રિય જ્ઞાતાસ્વરૂપ છે, પરથી સર્વથા નિવૃત્તસ્વરૂપ નિરપેક્ષ છે. એમ પુણ્ય-પાપથી ક્ષણિક અવસ્થામાં તું ભળવા યોગ્ય નથી પુણ્યપાપરૂપ ભાવ કરવાથી કર્મબંધ થાય છે તે તેનું સફળપણું છે. તેનાથી વિપરીત શુદ્ધભાવ કરવાથી શુભાશુભ ભાવની નિવૃત્તિ પણ સફળ છે. માટે નિવૃત્તિરૂપ મોક્ષ છે, એમ હે વિચક્ષણ ! તું જાણ. શિષ્યની લાયકાત કેવી હોય, સસ્વરૂપનો જિજ્ઞાસુ શિષ્ય કેવો જોઈએ, પાત્રતાની ભૂમિકા કેમ વધે તે અહીં જોવાનું છે. પહેલા ચાર પ્રશ્નના ઉત્તર જાણ્યા તેમાં શિષ્યને શંકા નથી, તેથી શ્રી ગુરુ કહે છે કે નિવૃત્તિ થઈ શકે છે, નિવૃત્તિનો પુરુષાર્થ કરી શકાય છે, માટે હે ચતુર શિષ્ય ! તે તું જાણ. હે ગૌતમ! તારી શુદ્ધ સ્વભાવભૂત સમ્યગ્દષ્ટિ તને પ્રાપ્ત છે, અને પૂર્ણ કેવળજ્ઞાનલક્ષ્મીશુદ્ધાત્મસ્વરૂપ અવસ્થા તારી સમીપ વસે છે, માટે તેને જે પ્રશસ્ત રાગની અલ્પ અસ્થિરતા છે તે પ્રમાદ પણ છોડ. કેવળજ્ઞાન લેવામાં-પૂર્ણ પરમાત્મદશા લેવામાં સમય માત્રનો પ્રમાદ ન કર, કારણ કે તે પદ તારાથી દૂર નથી. તેમ શ્રીમદ્ અત્રે શિષ્યને કહે છે-હું વિચક્ષણ! તું જાણ. એમ પોતે જ શિષ્યપણાનો આરોપ કરીને સુંદર ઘટના કરી છે. શિષ્યને કહે છે કે તું જાણે કે આ રીતથી મોક્ષ છે, માટે તું શીધ્ર જ પરભાવથી, શુભાશુભ બંધભાવથી નિવૃત્ત થા. “નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.” હું પૂર્ણ, શુદ્ધ, કૃતકૃત્ય જ્ઞાયક છું એ અભિપ્રાય સહિત પૂર્ણતાને લશે, વર્તમાન અવસ્થામાંથી રાગના ભાગની અસ્થિરતાને પુરુષાર્થની સ્થિરતાવડે ટાળ. એમ રાગ ટાળતાં બાહ્ય અને આત્યંતર પરિગ્રહ ટળી જાય છે. બહારનું કાંઈ કરવાનું આત્માને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #343 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૮૯] [૩૧૭ હાથ નથી. પરવસ્તુનાં ગ્રહણ ત્યાગ જ્ઞાનમાં નથી. શુભાશુભ પરિણામ-બંધભાવને તું શીધ્ર બાળી મૂક, એમ ૧૭ મે વર્ષે શ્રીમદે અંદરથી પડકાર મારીને કહ્યું છે. જે પુણ્યાદિ શુભાશુભ રાગનું કર્તવ્ય ઠીક માન્યું હતું, તેને ઉપાધિ જાણીને તું મિથ્યા માન્યતા છોડ, એમ કહ્યું છે. કર્તાનું ઈષ્ટ તે કર્મ. જેમાં તે ઠીક માન્યું હતું તેને દોષમય-અઠીક માની, બંઘભાવને ઉપાધિરૂપ જાણ્યા, માટે તેની નિવૃત્તિ થઈ શકે છે. સમ્યમ્ અભિપ્રાયથી શુદ્ધતાના અવલંબન દ્વારા શુભાશુભ ભાવનું નિવૃત્ત થવું સફળ છે. તે શુભાશુભ કર્મનું કરવાપણું જેમ સફળ છે તેમ તે વિભાવ નહિ કરવાથી તેની નિવૃત્તિ પણ સફળ છે. ત્યાગ કરો, પુણ્ય કરો, સંસાર, સ્ત્રી, પૈસો બધુંય ત્યાગી ઘો; આમ કરવું-તેમ કરવું, એવું અનંત કાળથી સાંભળવામાં આવે છે; પણ મુક્તપણું, કર્મબંધનું ટાળવાપણું, સહજપણે નિવૃત્ત થવું તે કેમ ન આવ્યું? તે વિચારો. જે ભાવે બંધ થાય તે ભાવે મુક્તિ કેમ થાય? વસ્તુ માત્રનો પોતપોતાથી પરિણમવાનો સહજ સ્વભાવ છે; છતાં જીવ પરનો કર્તા-ભોક્તા થઈ અસત્ કલ્પના ઊભી કરે છે, પરવસ્તુમાં સુખબુદ્ધિ કરે છે, પરભાવપણે રાગી-દ્વેષી થઈને રહે છે, અને હું કરું, હું લઉં, મૂકું, ત્યાગ કરું, એમ જ્ઞાનમાં અસ્થિરતા, કૃત્રિમતા, અસહજપણે પોતે જ કરે છે. વસ્તુનો સ્વભાવ તો સહજ છે; કશું હઠથી થતું નથી, છતાં ભૂલથી જીવ માને છે કે હું પરનું કરું છું, લઉં છું, ગ્રહણ કરું છું, ત્યાગ કરું છું. કોઈને પ્રશ્ન થશે કે ત્યારે કરવું શું? ઉત્તર-વસ્તુ (આત્મા) નો સહજ જ્ઞાતા-દ્રષ્ટા માત્ર સાક્ષી સ્વભાવ છે; ચૈતન્યતા છે, તો તેમાં ( જ્ઞાતાપણામાં) જ્ઞાનપણે જાણવું, ટકવું એ જ સહજ સ્વાધીન સુખ છે તે કરવું. દુઃખી થવું હોય તો બીજું માનો. ઊંધું માનવાની ભૂલ કરવા જીવ પોતે સ્વતંત્ર છે. પ્રશ્ન :- ભગવાનનો ઉપદેશ છે કે ત્યાગ કરવો? ઉત્તર :- મોહગર્ભિત વૈરાગ્યથી જે ત્યાગ વર્તે છે તે વાસ્તવિક ત્યાગ નથી, પણ અંતરાયનો ઉદય છે. ઉદયજન્ય ત્યાગ તે સાચો ત્યાગ નથી, પણ યથાર્થ તત્ત્વદૃષ્ટિના ભાનસહિત, સાચી શ્રદ્ધા સહિત, હું શુદ્ધ છું, પરવસ્તુનાં ગ્રહણ-ત્યાગ કરવો કે દેહાદિની ક્રિયા કરવી તે મારે આધારે નથી, હું અક્રિય જ્ઞાતા સાક્ષી શુદ્ધ જ છું, એ અભિપ્રાયની દૃષ્ટિ રાખીને, વર્તમાન અશુદ્ધ અવસ્થાનો રાગ ટાળવાનો પુરુષાર્થ કરવો. તે રીતે રાગ ટાળતાં રાગનાં નિમિત્ત જે બાહ્ય પરિગ્રહ તેનો ત્યાગ સહેજે થઈ જાય છે. એવો સહજ વસ્તુનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, હઠથી કાંઈ થતું નથી. કોઈ માને કે મારે વિષય-કષાય કે સંસારના રાગાદિ કાંઈ છોડવા નથી. કારણકે હઠથી તો કંઈ થતું નથી. એમ સ્વચ્છંદી ભાષા બોલે, રાગ ટાળવાનો પુરુષાર્થ ન કરે, વિષય-કષાયમાં પ્રવર્તે, અને કહે કે જે થવું હશે તે સહજપણે, ઉદય પ્રમાણે થઈ જશે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #344 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તો તે ઊંધી દૃષ્ટિ એટલે મિથ્યાષ્ટિ છે. મોહ, મમત્વ, રાગ ટાળવાનો પુરુષાર્થ કરે તો રાગનું નિમિત્ત છૂટી જાય છે. સાચા અભિપ્રાય સહિત રાગનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. અંતરાયનો ઉદય હોય તેને ત્યાગ માને, અને કહે કે અમે ચારિત્રવાન છીએ, ત્યાગી છીએ. એવી વાત અત્રે નથી. અહીં તો યથાર્થ આત્માનાં શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનની સ્થિરતાવડ રાગનો ત્યાગ થાય તે કરવા કહ્યું છે. [ તા. ૧૪-૧૧-૩૯] ગાથા ૮૯માં કહ્યું કે જેવા શુભાશુભ ભાવ જીવ કરે છે તેવું તેનું ફળ થાય છે; પુણ્યપાપના ભાવ ન કરે, સ્વસમ્મુખતા કરે, તો તે નિવૃત્તિની સફળતા છે-નિવૃત્તિસ્વરૂપ મોક્ષ છે. એમ હે વિચક્ષણ! તું જાણ. અહીં એવી અપૂર્વ ઘટના કરી છે કે શિષ્ય જેટલું સમજ્યો તેથી પાછો ન ફરે, અને અપ્રતિહાભાવે પૂર્ણને પૂરું પાડે; એવી ક્રમબદ્ધ શૈલી આ શાસ્ત્રમાં કરી છે. શિષ્ય પોતે ચાર પદને યથાર્થપણે પોતાના અંતરની તૈયારીથી એવી રીતે સમજ્યો છે, કે ફરીને તેમાં શંકા-સંદેહ કે ભૂલ તેને ન આવે. ૮૯ હવે ૮૭-૮૮મી ગાથાનો ઉત્તર ૯૦મી ગાથામાં કહે છે : વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેવું શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષસ્વભાવ. ૯0. કર્મ સહિત અનંતકાળ વીત્યો, તે શુભાશુભ કર્મ પ્રત્યેની જીવની આસક્તિને લીધે વિત્યો. જ્ઞાતાપણું ભૂલીને ઉપાધિમાં જીવ અટકયો, અને તેથી ઉપાધિરૂપ થયો; પણ હું તો શુભાશુભ ભાવ રહિત જ્ઞાનઘન છું. મારામાં પરવસ્તુનો ધર્મ શી રીતે સંભવે? હું એનો અને એ મારા એવા બંધભાવમાં અનંતકાળ વીત્યો. પણ તેનાથી ઉદાસીન થઈ માત્ર જ્ઞાતાપણે રહેવાથી શુભાશુભ ભાવ છેદાય છે; અને તેથી મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે. દેહમાં એકક્ષેત્રે જ્ઞાનનો વ્યાપાર અને તે જ્ઞાનની ક્ષણે ક્ષણે થતી અવસ્થા અને તે જ ક્ષણે, તે જ ક્ષેત્રે પૂર્વ કર્મથી શુભાશુભ અવસ્થાની પ્રગટદશા ઊપજે છે. તે રાગ, હર્ષ, શોક આદિ મલિન પરિણામ પ્રકૃતિનો ઔપાધિકભાવ છે, તેમાં જે પ્રીતિથી અટકવું થાય છે તે ભૂલ છે, માટે તે ભૂલ ટાળી શુભાશુભ રાગથી ભિન્ન જ્ઞાતા-દ્રષ્ટા જીવ રહે તો તે સહેજે નિવૃત્ત થાય છે. ભૂલરૂપ દશા આ જીવે કરી છે તે ભૂલ નિર્મળ જ્ઞાતાપણે ટાળ, તો તારું સ્વરૂપ મોક્ષસ્વરૂપ જ છે. જ્ઞાતાપણામાં ટકી રહેવારૂપ પુરુષાર્થથી પ્રગટ મોક્ષદશાપૂર્ણ પવિત્રતા થઈ શકે છે. યથાર્થ અભિપ્રાય બંધાઈ ગયો કે શુભાશુભ ઔપાધિક કાર્ય ભલાં નથી, એ મારો સ્વભાવ નથી. એમ પોતાની પૂર્ણ શુદ્ધતાને જાણવાથી અને માનવાથી, અબંધપરિણામે બંધ-અવસ્થા ટળે છે અને નિરૂપાધિકતા પ્રગટે છે. ૯૦ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #345 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૧] [ ૩૧૯ હવે મોક્ષનું સ્વરૂપ કહે છે : દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧ મોક્ષની વ્યાખ્યા કરતાં કહે છે કે અંદરમાં શુભાશુભ પરિણામની નિવૃત્તિ એટલે ભેદજ્ઞાન ઉપરાંત જ્ઞાતાસ્વભાવમાં ટકી રહેવાથી કર્મની ઉપાધિ ટળી જાય છે. રાગ-દ્વેષ ટળવાથી શુભાશુભ ભાવના આલંબનરૂપ સંયોગ સ્ત્રી, ધન, વસ્ત્રાદિનો વિયોગ (ત્યાગ) સહેજે થઈ જાય છે. રાગ ટળતાં રાગનું નિમિત્ત ટળી જાય છે. અહીં કહે છે કે “દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ,” એટલે જે ભાવે દેહાદિ પુણ્ય-પાપ પ્રકૃતિનો સંયોગ થાય છે, તે બંધભાવને શુદ્ધભાવવડે ટાળીને અબંધભાવ-વીતરાગભાવને સળંગ ઊભો રાખે, તો જે પૂર્વે દેહનો અનંતવાર સંયોગ-વિયોગ થતો હતો, તે ન થતાં આત્યંતિક વિયોગ થઈ, છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા-પૂર્ણ શુદ્ધતા, મુક્તદશા, મોક્ષાવસ્થા પ્રગટ થાય છે. પુણ્યપાપના ભાવ ન કર્યા એટલે કે સ્વસમ્મુખતા કરે તો નવીન શુભ-અશુભ કર્મપ્રકૃતિનો બંધ થતો નથી, અને જૂનાં બંધાયેલાં કર્મ તેનું ફળ દેખાડીને ટળી જાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં કર્મનું ટળવું અધિક થાય છે. અને નવીન શુભ-અશુભ કર્મનો બંધ અલ્પ થાય છે; અને જો સર્વથા અબંધભાવે એટલે શુદ્ધ સ્વભાવમાં સ્થિર રહે તો દેહાદિ ઉપાધિ સંયોગનો આત્યંતિક વિયોગ થઈ શકે છે, નવું બંધન આવતું નથી; અને તેનું ફળ સિદ્ધ સ્વભાવ મોક્ષસ્વભાવ છે, તે મોક્ષસ્વભાવ પ્રગટે ત્યારે શાશ્વતપદે અનંત અવ્યાબાધ આત્માનંદ-અક્ષય આનંદ ભોગવાય. સિદ્ધ એટલે પૂર્ણ શુદ્ધ કૃતકૃત્યદશા. જેમાં કંઈ કરવાપણું નથી. પ્રથમ શુભાશુભ પરિણામની હીનાધિક અવસ્થા અને તેવી જ સ્થિતિવાળા દેહાદિ સંયોગ મળતા હતા; તે ઉપાધિભાવનું ફરી ગ્રહણ ન થાય એવા શુદ્ધ વીતરાગ-અબંધભાવ વડે તે જાતના પુરુષાર્થની સ્થિરતાથી, તે તે સંયોગનો વિયોગ થાય છે. જે પૂર્વ કર્મ સત્તામાં પડ્યાં છે તેની અબંધપૂર્વક નિર્જરા થાય. અને તેવી રીતે દેહાદિના સર્વથા વિયોગ સહિત મોક્ષસ્વભાવ પ્રગટે છે, અને “નિજ અનંત સુખભોગ” ભોગવે. કોઈ એમ માને છે કે મોક્ષમાં સ્વતંત્ર સ્વસત્તા નથી, એક અદ્વૈત જ છે, તેથી સમયે સમયે અનંત આનંદનો ભોગવટો નથી; કારણ કે અનુભવવું અને અનુભવનાર એ બે ભેદથી તો વૈત થઈ જાય છે, માટે ત્યાં ભોગવવાપણું કંઈ નથી, એમ માનનાર મતાર્થીના મતનું નિરાકરણ “ નિજ અનંત સુખભોગ” ભોગવે છે એમ જણાવી અહીં કર્યું છે. આત્મા પોતે અનાદિ-અનંત સ્વાધીન સુખરૂપ છે. તેમાં સંસારાવસ્થાનો વિયોગ થવો, અવિકારી પૂર્ણ પવિત્ર મોક્ષસ્વભાવદશાનું પ્રગટવું, અને સહજ શુદ્ધ આત્મસ્વરૂપનું નિત્ય રહેવું, એ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું છે. દરેક ક્ષણે અનંત સુખનો ભોગવટો સિદ્ધદશામાં છે. આ દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તેને સાચા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #346 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તત્ત્વસ્વભાવમાં સંદેહ આવે છે, અને કોઈ પણ કલ્પનાવડે અન્યથા માને છે. પોતાની શુદ્ધ અવસ્થાનો દરેક ક્ષણે જીવને ભોગવટો છે, એવો વસ્તુનો સહજ સ્વભાવ છે. કોઈ કહે કે ત્યાં તો કંઈ ભોગવાતું જ નથી, તો તે મત ખોટો છે. છમસ્થ અવસ્થામાં પણ જ્ઞાની પુરુષ પોતાનો સહજ આત્માનંદ અસંગપણે અનુભવે છે. આ તો જેને પૂર્ણ પવિત્ર શુદ્ધ નિરાવરણ દશા પ્રગટ વર્તે છે, તેને પરમાં અનંતમાં ભળી જવું કેમ બને? માટે ત્યાં તો અનંત સુખ છે, એમ હે શિષ્ય, તું માન. ૯૧ મોક્ષના ઉપાયનું છઠું પદ, શિષ્ય શંકા કરે છે કે – મોક્ષ તો બધાય કહે છે, પણ તેના ઉપાયના સાધનમાં વિરોધ ઘણા છે. અનંત કાળનો અજાણ્યો તે લોકોત્તરમાર્ગ છે, અને લોકો અનેક પ્રકારે તેના ઉપાય બતાવે છે. કોઈ માને કે દેહાદિ ક્રિયાથી મોક્ષ મળે, કોઈ માને કે જાણવાથી મળે, કોઈ પુણ્યથી મળે એમ કહે છે. એમ અનેક મતાર્થીઓ પોતપોતાનું કથન કહે છે, તેથી મને પણ શંકા થાય છે. તે શંકાનાં કારણો શિષ્ય રજા કરે છે. શિષ્યની શંકા હોય કદાપિ મોક્ષપદ, નહીં અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ ભવભીરુ શિષ્યનો અંદરના કાળજાનો પોકાર છે, કે અવિરોધ ઉપાય હાથ ન આવે તો યથાતથ્ય સાચો ઉપાય સમજ્યા વિના કર્મબંધથી કેમ છૂટી શકાય? વળી અનંતકાળનાં કર્મો છે, તે અલ્પ આયુષ્યવાળા મનુષ્યદેહથી કેમ છેદ્યાં જાય? શિષ્યનો ઉત્સાહ સમજણ સહિત વધ્યો છે, કે મોક્ષનો સદુપાય સમજાવો. હવે શિષ્ય મોક્ષની હા પાડે છે અને તીવ્ર જિજ્ઞાસા સાથે ઉત્સાહ દેખાડે છે. તે અપૂર્વ લોકોત્તરમાર્ગની સાચી વિધિ સમજવા માગે છે અને જણાવે છે કે યથાતથ્ય, અવિરોધ, પરમાર્થભૂત સાચો મોક્ષનો ઉપાય સમજાવો. ચાર પ્રકારના શ્રોતા કહ્યા છે :(૧) અરીસા જેવા-જે જે ન્યાય વક્તા કહે તે ન્યાયને તુરત સમજી લે. (૨) ધજાની પૂંછડી જેવા-કે જે ગમે તેવી ઘર્મની વિપરીત વાત સાંભળે તો તેની પણ હા પાડે, બધાને વંદન કરે, સત્ય-અસત્યની પરીક્ષા જેમને નથી, કોઈ જાતનો અવિરોધી નિર્ણય કરવાની મધ્યસ્થબુદ્ધિ નથી, પરીક્ષા કરવાની તુલનાત્મકબુદ્ધિ જ નથી. (૩) ફૂટેલા ઘડા જેવા કે-તે સાંભળે પણ ગ્રહણ કરે નહિ. (૪) થોરના કાંટા જેવા-કે જે કાંટા વાંકા હોવાથી તે ઉપર વસ્ત્ર સુકાવા નાખો તો કેમે કરી ઝટ નીકળે નહિ. તેવા કુતર્કવાદી અને ઊંધાઈ કરનારા. સાચી વાત સાંભળે ત્યાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #347 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૨ ] [ ૩૨૧ વિરોધ કરે કે તમે આવું કેમ કહો છો ? આવી શુદ્ધાત્માની શ્રદ્ધા કરવાથી તો અમારાં પુણ્ય, દયા બધુંય ઊડી જાય છે. શાસ્ત્રમાં નવ પ્રકારે પુણ્ય કહ્યાં છે, માટે અમારે તો તે પુણ્ય કરવાં એ જ ધર્મ છે. સાચાનો વિરોધ કરનાર કહે છે કે પુણ્યથી તીર્થંકર નામકર્મ બંધાય. તીર્થંકર નામકર્મ તો સાચા ભાનની ભૂમિકામાં, પુણ્ય તે આદરણીય નથી-એવા ભાવમાં બંધાય છે. જ્ઞાનીઓ કહે છે કે અશુભથી બચવા પુણ્યપરિણામ કરવાં, પણ પુણ્યથી આત્માનો ગુણ થાય છે તેમ ક્યાં કહ્યું છે ? પુણ્યાસ્રવ તો બંધનું કારણ છે. તેનાથી આત્માનો ગુણ થશે એમ તેમાં ક્યાં આવ્યું ? પાપ ન કરવું એવા ઉપદેશમાં પુણ્યનો ઉપદેશ વ્યવહા૨થી આવે પણ તેમાં ખરેખર ધર્મ માને તો તેના અજ્ઞાનપૂર્વક પાપનુબંધી પુણ્યના ફળમાં તીર્થંકરને બદલે તેતર થશે. જેણે આત્માને શુદ્ધસ્વભાવી ન માન્યો, પુણ્યનો આદર કર્યો, અને રાગમાં અટક્યો, તેણે જ્ઞાતાપણાનો-શુદ્ધસ્વરૂપનો અનાદર કર્યો. શુભભાવ કરે તો કદાચ આવતા ભવમાં દેવ ભૂતડું આદિ થાય, ત્યાંથી સારો ગધેડો કે તેતર થાય, અને પરંપરાએ નરકે જાય. તેતર થઈ તે ઊધઈ ખાઈને હિંસાના ફળમાં નરકે જાય. જ્ઞાની ધર્માત્મા તીર્થંકર થઈ જગતનો ઉદ્ધાર કરે અને મોક્ષે જાય. થોરના કાંટા જેવા કુતર્કવાદી કહે છે કે આ તો એકલી નિશ્ચયની જ વાતો કરીને અમારું બધું ઉથાપે છે; અમારું કર્યું બધુંય નિરર્થક ઠરાવે છે, તેથી તો બધુંય ચાલ્યું જશે. એમ કહી સત્યનો અનાદર કરે છે; અને પોતાના સ્વભાવનો ઘાત ક૨ના૨ મિથ્યાભાવનો આદર કરે છે, તોપણ આ કાળ ભાગ્યશાળી છે કે વિચારવાન જીવો આ સત્પ્રરૂપણાને સાંભળવાના ઈચ્છક છે; અને કેટલાક, જેને સાચા માર્ગની પ્રતીતિ નથી તે અંતરાય કરવા આડા આવતા નથી. શ્રી આનંદઘનજી અને શ્રીમદ્ રાજચંદ્રના કાળમાં તો આ વાત સાંભળનારા બહુ જ થોડા હતા. શ્રીમદ્ કહે છે કે : แ એહી નહિ હૈ કલ્પના, એહી નહિ વિભંગ, કઈ ન૨ પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. k ,, “ સર્વજ્ઞ-વીતરાગસ્વરૂપને વિચારતાં પામી ગયા આત્મધર્મનું મૂળ. મોક્ષમાર્ગ વર્તમાનકાળમાં પણ છે, એક દેહ કરીને મોક્ષે જાય એવા જીવો વર્તમાનમાં પણ છે, અને પાંચમા આરાના છેડા સુધી રહેશે. તેને ઓળખવાની શક્તિ જોઈએ. જેને ૫૨માર્થને ગ્રહણ કરવો હોય તેણે વિરોધ ટાળીને જ્ઞાનીની આજ્ઞાએ પ્રવર્તવું પડશે. ચોથા આરામાં જે સાક્ષાત્ સર્વજ્ઞ સમીપે આત્મધર્મ ન પામી શક્યા, તેવો મોંઘો ધર્મ આ કાળે પણ ઘણા જીવો પામી શકે છે. જે સર્વજ્ઞે સનાતન સાચું તત્ત્વ કહ્યું છે તેને વિ૨ોધરહિતપણે સમજે તો તેને આ કાળે પણ એકાવતારી થવું સંભવે છે. પ્રથમ ગાથામાં કહ્યું કે 99 Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #348 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૨] | [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત” એમ સમજણની જ ખામી છે. જેને ભૂલ ટાળવી છે તે તૈયાર થઈને સદ્ગુરુ સમીપે જાય તો ભૂલ ટળી જાય. આ પાંચમા આરાની વાત છે. શિષ્ય એવા પ્રકારની શંકા મૂકી છે કે મત-દર્શનના આગ્રહી ઘણા છે, તેઓ અનેક ઉપાય કહે છે. વળી અનંતકાળથી પ્રવાહરૂપ કર્મો પરંપરાએ બંધનરૂપે ચાલુ રહે તો તેનાથી કેમ છૂટાય? હે નાથ ! ચોથા આરામાં તો ઘણાં મોટાં આયુષ્ય હતાં અને સાક્ષાત્ સર્વજ્ઞ પ્રભુ તીર્થકર ભગવાનનો યોગ હતો; પણ આ કાળે અલ્પ આયુષ્ય છે અને સાક્ષાત્ તીર્થકર ભગવાનનો વિયોગ છે, તેમાં આ કર્મનાં શુભાશુભ બંધન કેવી રીતે છેદ્યાં જાય? સંસારમાં પણ કોઈને વાંધો પડયો હોય તો ડાહ્યા પુરુષો તેનું સમાધાન કરી બુદ્ધિપૂર્વક ન્યાય આપે છે, અને સમજાવે છે. તેમ આ ચૈતન્યનો નિરૂપાધિક શુદ્ધ ધર્મ અને ઔપાધિક ભૂલરૂપ અવસ્થાનો ઝગડો સદ્ગુરુ પાસે ફરિયાદ કરવાથી ટળે છે. ૯૨ શિષ્ય શંકાના કારણો રજૂ કરે છે : અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહુ વિવેક. ૯૩ શિષ્ય મિથ્યાધર્મ, મતાર્થ, માનાર્થથી થાકીને, પાછો ફરીને સદ્ગુરુ સન્મુખ આવ્યો છે. ભવનો ભય જાણ્યો છે, તેથી હવે તીવ્ર જિજ્ઞાસા બતાવે છે કે હે નાથ ! હે પ્રભુ! મારામાં વિવેકશક્તિ નથી, પણ સમજવાનો કામી છું. સાધારણ મુમુક્ષુ બેનો-બાળકો વગેરે મોક્ષની અભિલાષા ધરે, પણ તેને ઊંધાં પોષણ મળવાથી મુંઝાઈ જાય છે કે હવે અમારે શું કરવું? કોઈ ક્રિયાથી મોક્ષ માને છે, કોઈ પુરુષાર્થ ન કરવો પડે એમ સહેલામાં મોક્ષ માને છે, કોઈ સાચા માર્ગના વલણમાં હોય તેને અટકાવનાર પણ ઘણા મળે છે. વળી કહે કે અમારો કુળધર્મ છે તે કેમ છોડાય? એમ સંયોગ દષ્ટિવાળા વિધ્રને જુએ છે, અંતરાય દેખનારને અંતરાય દેખાય છે; પણ જે સર્વ બંધનને જાદા જાણી, ઔપાધિક જાણી તે સામું જોતો નથી અને જે સસ્વરૂપનો ખોજક થાય છે તેને સત્સમાગમ મળે છે. જે ભાવે અનંતકાળ ગાળ્યો તે બંધભાવે ઔપાધિક ભાવે અબંધ નિરૂપાધિક શુદ્ધ તત્ત્વ કેમ પ્રગટે? પોતે જો શાંતિના માર્ગે જાય તો સુખ-શાંતિરૂપ ફળ કેમ ન મળે? માટે પાત્રતા અને સત્સમાગમની જરૂર છે. પોતાને માર્ગની ખબર ન હોય, અને નાનો બાળક જાણનાર હોય તો તેને પૂછવું પડે. ભાવનગરથી ડાહ્યા નાગરને સિદ્ધપુર જવું છે, સાઠ વર્ષના અનુભવી છે, સંસારના ડાહ્યા છે, ધોળા વાળ અને ધોળી મૂછોવાળા, સ્વચ્છ કપડાંવાળા, પચીસ લાખની મૂડીવાળા છે. એવા દસ જણાં ગાડામાં બેઠા છે પણ માર્ગમાં ભૂલા પડ્યા છે. દુનિઆના ઘણા ડાહ્યા હોય પણ જે માર્ગનું ભાન પોતાને નથી, બધુંય માન છોડીને તે માર્ગના જાણકારને પૂછે તો માર્ગ હાથ આવે, ન પૂછે તો રખડ્યા કરે. દષ્ટાંત-એક પંડિત વહાણમાં બેસીને દરિયા રસ્તે જતો હતો. તેણે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #349 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૩] [૩૨૩ વહાણ હાંકનાર નાવડિયાને પૂછયું કે તમે જ્યોતિષ જાણો છો? ગણિત જાણો છો? ખગોળભૂગોળ જાણો છો? વગેરે. ત્યારે નાવડિયે કહ્યું કે હું જાણતો નથી. ત્યારે પંડિતજી કહે તમારાં બધાં વર્ષ પાણીમાં ગયાં. આગળ ચાલતાં દરિયામાં તોફાન થવાથી વહાણ બૂડશે એમ જાણું, ત્યારે નાવડિયો કહે છે કે પંડિતજી તમને તરતાં આવડે છે? પંડિત કહે “ના.” ત્યારે નાવડિયો કહે છે કે હું તો તરીને ચાલ્યો જઈશ, આ વહાણ બૂડી જશે; માટે મારાં બધાં વર્ષ પાણીમાં ગયાં કે તમારાં? તેમ જે બહારનું બીજું ઘણું જાણતો હોય, પણ જો પરથી જુદો સ્વાધીન જ્ઞાયક જ છું એવા સત્ સ્વભાવને ભાવભાસન વડે જાણતો નથી તો ભવસાગરમાં બૂડી જવાનો. સત્ જાણકાર પાસેથી જો ભગસાગર તરવાનો ઉપાય જાણ્યો હોય તો બૂડવાનો વખત ન આવે. શ્રીમદ્ રાજચંદ્રના દરેક પત્રમાં સત્સમાગમનો ભણકાર છે. સ્વચ્છેદે માર્ગ હાથ નહિ આવે, માટે બધા વિરોધ રહિત આત્માનો ધર્મ-સાચું હિત જેને જોઈએ છે તેણે પોતાની જાતની તૈયારીથી સત્સમાગમ કરવો પડશે છઠ્ઠી પદની શંકા ચાલે છે. પાંચ બોલ નક્કી કર્યા તેથી શિષ્ય કહે છે કે કદાપિ મોક્ષપદ હોય, પણ વિરોધ રહિત સાચો ઉપાય શું હશે? મત-દર્શનના અનેક અભિપ્રાયની મૂંઝવણ અલ્પ આયુષ્યથી કેમ ટળી શકે? પરમાર્થનો માર્ગ તો ત્રણે કાળે એક જ હોવો જોઈએ. તેનો સાચો વિવેક કેમ કરવો, તે હે પ્રભુ! તમે જ બતાવો. કારણ કે “અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; એમાં મત સાચો ક્યો, બને ન એહ વિવેક.” જો મહાગ્રહના પક્ષથી મૂંઝાય અને સાચું સમજવા માગે તો, તે મૂંઝવણનો નિવેડો કરી શકે છે. લોકો માને છે કે આપણી ફરજ છે માટે કુટુંબ-દેશ-સમાજનું આપણે કંઈ કરી દઈએ, કંઈ સેવા કરીએ, દવાખાના-નિશાળો બંધાવીએ, વગેરે કર્તવ્ય થાય તો ઠીક. એમ જે કાર્ય પોતાને આધારે નથી, તે પરાધીન કાર્યને કરવાનો પોતાનો ધર્મ માને છે. પરનાં કાર્ય સહેજે જે કાળે થવાનાં હોય તે કાળે થાય છે તેમાં આ દેહાદિનું નિમિત્ત થવાનું હોય તો તે વખતે જીવને ઈચ્છાની વૃત્તિ ઊઠે છે, અને પર કાર્યની યોગ્યતા હોય તો તે કાર્ય થઈ જાય છે, છતાં તેમાં મિથ્યા-અભિમાન જીવ કરે છે. તત્ત્વને યથાર્થ રીતે જાણ્યા વિના, ભેદવિજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના, કોઈ કહે કે હું આ અનાસક્તપણે કરું છું, તો તેની વાત ખોટી છે, ઊંધી માન્યતા છે. પરનાં કાર્યો ચેતન કદી કરી શકે નહિ. ચૈતન્ય જ્ઞાતા છે તેથી જે જે સંસાર દેહાદિનાં કાર્ય થાય તેને માત્ર તે જાણે જ છે. વસ્તુનો સહજ સ્વભાવ ભૂલીને બીજાં માને કે હું બીજાને સુખી કરું, દુઃખી કરું બચાવું, વગેરે જે વિપરીત સ્વભાવને માને છે તે પોતાના નિર્દોષ ગુણને દોષિત-મહા અજ્ઞાનરૂપ કરે છે. જ્ઞાતાસ્વભાવની અરુચિ છે તેને પરમાં અને રાગાદિમાં કર્તાપણાની સચિ હોય જ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #350 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પોતે ઇષ્ટ-અનિષ્ટ કલ્પના કરીને નાહક અભિમાન કરે છે કે હું કરું છું, એમ જ્ઞાતા સ્વતંત્ર ચૈતન્ય મટીને જડ જેવો પોતાને કરે છે-માને છે. જડભાવની માન્યતા કરે છે, તેથી અનંત જ્ઞાનીઓ કહે છે કે જ્ઞાન સિવાય બીજું કાંઈ પણ કાર્ય પોતાને આધારે થાય છે–એમ જે માને અથવા તે કાર્ય પોતાનું છે એમ જે માને તે સ્વનો હિંસક છે, સ્વયં અપરાધી છે. જ્ઞાનીને પુણ્યપરિણામ થાય છે પણ તેને સંસા૨ખાતે ગણે છે. પુણ્યપરિણામનો આદર તે મોહકર્મનો આદર છે. સાચી ખતવણી કેમ કરવી તે સમજણ ન હોવાથી આ વર્તમાન કાળમાં સત્સ્વરૂપથી વિપરીત માન્યતા માનનારો મોટો વર્ગ છે. જાણવું તેમાં ૫૨નું કરવું એવા ભાવનો અવકાશ જ નથી, છતાં માને કે મેં શુભ પરિણામ કર્યાં. હવે વિચારો કે મોહ્રકર્મને અનુસ૨વાથી શુભ-અશુભ પુણ્ય-પાપાદિ કાર્યની ઈચ્છા થાય છે તેને જે ઠીક માને છે, તેનાથી ગુણ માને છે, તે અજ્ઞાની છે. આત્માનું નિરૂપાધિક શાંતિ લક્ષણ છે, તેને ભૂલીને જે પુણ્યનો આદર કરે છે-ઠીક માને છે તેને છોડવા યોગ્ય તે કેમ માને? “ કર્તાનું ઇષ્ટ તે કર્મ. ” જીવ જેને વહાલું માને તેને છોડવા કેમ માગે? માટે જે તત્ત્વસ્વરૂપ-જ્ઞાનસ્વભાવથી અજાણ છે, તે અજ્ઞાન સહિત બાહ્ય ક્રિયા કરી પાપાનુબંધી પુણ્ય બાંધે, દેવ થાય, એટલે ભૂતડું થઈને પછી કસાઈનો બોકડો થાય, અગર કસાઈ થાય અને પછી ન૨કમાં જાય. સાધારણ રીતે આ વાત ચાલતી નથી, મોટે ભાગે જનસમૂહ જે માને છે તેનાથી આ બીજું છે; આ વાત સ્થૂળબુદ્ધિ જીવોને બેસાડવી કઠણ પડે તેમ છે. સત્નો નકા૨ ક૨ના૨ા ઘણા છે, તોપણ વીતરાગ સર્વજ્ઞના શાસનની જયવંત પ્રભા છે. સાચા ધર્મને ટકવું છે, તેથી શ્રીમદ્ રાજચંદ્ર જેવા પવિત્ર આત્મા પણ પાંચમા આરાના છેડા સુધી રહેશે. સાધારણ લોકોને (બાહ્યદૃષ્ટિ જીવોને) ન રુચે તેવી આ વાત છે. વર્તમાન લોકોના વિપરીત અભિપ્રાયથી તદ્ન જુદું છે, એવા આ સનાતન સત્યને, નગ્ન સત્યને જાહેર કરીએ છીએ. જેને સાચું હિત-સાચું સુખ જોઈતું હોય તેણે અવિરોધી ન્યાયમાર્ગને સમજવો પડશે. જે કોઈ કહે કે જડની ક્રિયા ચેતન કરે છે, એને હું કરી શકું, એનાથી ઠીક થશે, વગેરે જડ વસ્તુના કાર્યને પોતાનાં માને છે, પોતાનું કર્તવ્ય માને છે અને પુણ્ય, દયા આદિ રાગને મોક્ષમાર્ગ માને છે તે પોતાના જ્ઞાનને આવરે છે, ઢાંકે છે, કારણ કે તેને નિર્દોષ જ્ઞાતાપણું નથી ગોઠતું. લોકોને સારું થવું છે–સારું કરવું નથી. વસ્તુસ્વભાવ શું છે તેનો જરાય વિવેક લાવીને મનન કરતા નથી. ઘાતિકર્મ શું અને કષાયપરિણામ તે શું, અને મંદકષાય એટલે શુભ પરિણામ તે શું તથા તે કેમ થાય છે તેની કાંઈ પણ ખબર નથી. પોતાના સ્વગુણનો ઘાત કેમ થાય છે તે વિચારીને જોતા નથી. જે જ્ઞાનનું કર્તવ્ય છે તેને ભૂલીને જડનું કર્તવ્ય પોતાનામાં ખતવે છે અને તેને ઠીક માને છે, એ વિકારી ભાવને ધર્મ માને છે. જે ભાવને કરવા જેવા અને ઠીક માને છે તે ભાવ કોણ છે, દુશ્મન છે કે સજ્જન છે ? તેનો વિચાર કદી કર્યો છે? પ્રશ્નઃ- તો પછી Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #351 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૩] [૩૨૫ વ્યવહાર વિના દાન દયા વગેરે કેમ થશે? ઉત્તર- સામાનાં પુણ્ય હોય અને તેમને રાગ હોય તો તે જાતનો વિકલ્પ આવ્યા વિના રહે જ નહિ. જે કાર્ય જે વખતે જેવા પ્રકારે થવાનું છે તે રીતે અવશ્ય થવાનું જ છે, તેને કોઈ રોકવા સમર્થ નથી. લોકોને પરભાવ ત્યાગની વાત ગમતી નથી. તેઓ દયાના પરિણામને પોતાનો સ્વભાવ માને, ગુણ માને કે કર્તવ્ય માને છે, તેથી તેમને નિર્દોષ જ્ઞાતાપણાનો અનાદર વર્તે છે. પ્રશ્ન :- શું આત્માનો અનાદર કરવાનો કોઈને ભાવ (ઈચ્છા) હોય છે? ઉત્તર :- આત્માનું ભાન નથી તેથી પરસત્તાવલંબીપણામાં ઠીક માને છે, પુણ્યની રુચિ છે તે જ જ્ઞાતા ચૈતન્યનો નકાર છે, અનાદર છે. કોઈ કહે કે અમને તેની ખબર નથી, પણ અજ્ઞાન તે બચાવ નથી. ધર્માત્મા જ્ઞાનીને પણ દયા, દાન, સેવાના કાર્યનો તથા દેહના વ્યાપારરૂપ યોગ થઈ જાય છે, પણ તેને પોતાનું કાર્ય તે માનતો નથી. જે જીવ તેને ઠીક માને-મનાવે અને તે શુભ-અશુભ ભાવને પરમાર્થે રૂડાં માને છેમનાવે છે તે અજ્ઞાની છે; જ્ઞાની જાણે છે કે પ્રકૃતિનો એવો યોગ છે, તો જોગાનુજોગ દયાની ઈચ્છા, દાન, સેવાની વૃત્તિ અને કાર્ય થઈ જાય છે, હું કરતો નથી. તેનો અને તેનું ફળ પુણ્ય તેનો હું સ્વામી નથી. ધર્માત્મા સજ્જન તો એમ માને છે કે ચેતનનાં કર્તવ્યથી વિપરીત જે પુણ્ય, પાપ અને રાગનાં કર્તવ્યને મેં કર્યા એમ કોઈ જણાવે તો તે મારે માથે કલંક છે. અવિકારીને વિકારી કહેવો, શાહુકારને ચોર કહેવો એવું એ છે. છતાં કોઈ તે પ્રકારની અણસમજની ભૂલ ન જાણે, તોપણ પોતાના ભાવની તે હિંસા અવશ્ય છે. પરભાવમાં, રાગમાં ટકવું તે દોષ છે, અસ્થિરતા છે, કલુષતા છે; તેને જે માને કે ઠીક છે, મારું કર્તવ્ય છે, તે રાખવા જેવું છે, તેણે અવિકારી નિરાકુળ આનંદ શાંતસ્વરૂપ આત્મામાં ટકવું છે, એમ ન માન્યું. જેમ દારૂ પીને મસ્ત થયેલો ગાંડો મનુષ્ય મળમૂત્રમાં પડ્યો પોતાને સુખ-આનંદ છે એમ માને છે, પણ ડાહ્યા પુરુષ તેની વાત સાચી ન માને; તેમ આત્માની સાચી પ્રતીતિથી ભ્રષ્ટ, મોહભાવમાં મસ્ત થઈ જે માને કે રાગાદિ-પુણ્યાદિ મારાં છે, જડની ક્રિયા હું કરું, આમ કરું, તેમ કરું, પણ જ્ઞાની તે માને નહિ. તે તો જાણે છે કે એ કાર્યો ઉદયવશાત્ થયા જ કરે છે, આત્મા તેનો કર્તા નથી, તે તો માત્ર જાણે છે. ભ્રાંતિમાં પડેલો જીવ માને કે એ મારાં છે, હું એનો છું એમ પોતાના સ્વભાવને છોડીને નાહક જડ જેવો તે પોતાને કહ્યું છે, અને પરભાવનો કર્તા અને સ્વામી થાય છે. કોઈ કહે કે દયાનાં, પરોપકારનાં કાર્ય અટકી જશે તો? ઉત્તર :- જેને વસ્તુસ્વભાવનો ખ્યાલ આવ્યો તેને પૂછવું નહિ પડે. સજ્જનના હાથે જેવાં લૌકિક પવિત્ર કાર્ય થાય છે, તેવાં રૂડાં કાર્ય અજ્ઞાની (આત્મજ્ઞાનથી અજાણ જીવો) ના હાથે થતાં નથી. જ્ઞાની ધર્માત્મા જ્યાં સુધી સંસારમાં, રાગદશામાં છે ત્યાં સુધી તેનાથી દયા, દાન, દેવ-ગુરુ-ધર્મની ભક્તિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #352 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩ર૬] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આદિ વિકલ્પ અને ક્રિયા થઈ જાય છે. જેના નિમિત્તે જે પરની ક્રિયા થવાની છે તે થાય જ છે. જ્ઞાની તેનો યથાર્થ વિવેક કરે છે, અને અજ્ઞાની વૃથા અભિમાન કરે છે. સ્વભાવ અને વિભાવને ભેદજ્ઞાન વડે જાણે તો સમજાય કે વિભાવ તે મારું હિતરૂપ કાર્ય નથી. જીવને અંતરના સૂક્ષ્મ પરિણામને જાણવાનો પ્રયત્ન કરવાની રુચિ નથી પણ બહારનું બીજું કરવાની રુચિ છે, તેથી આજ સુધી સાચું વસ્તુતત્ત્વ સમજાયું નથી. શ્રેણિક રાજાએ તેના રાજ્યમાં હિંસા-કતલખાનાં બંધ કરાવ્યાં, તેથી તે એમ માને કે મેં બંધ કરાવ્યાં, મેં જીવોને બચાવ્યાં; પણ તે તો જાણે છે કે સામા જીવોને પુણ્યનો ઉદય હતો, ત્યારે તેવું જોગાનુજોગ કાર્ય બની ગયું. લોકોમાં વ્યવહારભાષાથી કહેવાય કે રાજાએ હિંસા બંધ કરાવી, પણ રાજાએ તો માત્ર જ્ઞાન કર્યું છે. તે વખતે પોતાની ભૂમિકાને યોગ્ય શુભરાગ હતો, તેને તે જાણે છે. શુભ ઈચ્છા થાય તેને ઠીક માને, પોતાની માને, કરવા જેવી માને તે જ્ઞાન ન કહેવાય. ધર્માત્માને પુણ્યનો આદર ન હોય, છતાં પુણ્ય-પરિણામ થઈ જાય ખરાં, પણ તેને તે સંઘરે નહિ; વિકલ્પ હું નહિ, પુણ્ય હું નહિ, પુણ્યનું ફળ પણ હું નહિ, હું સિદ્ધ ભગવાન જેવો શુદ્ધ છું, પુણ્ય વિનાનો-રાગ વિનાનો છું, એમ તે માને છે; છતાં નબળાઈવશે શુભરાગ થઈ જાય છે, પણ જેટલે અંશે રાગને તોડે છે તેટલે અંશે નિર્જરા થાય છે અને જે શુભ ભાવ રહે છે, તે શુભભાવના કારણે લોકોત્તર પુણ્ય બંધાઈ જાય છે પરમાણુની ક્રિયા જે પ્રકારે થવાની હોય તેને અનુકૂળ ઈચ્છા, તથા દેહની ક્રિયા થઈ જાય છે પણ તેમાં જ્ઞાનીને પ્રેમ નથી, અહંબુદ્ધિ નથી, જેને પરભાવની-ઉપાધિની ઈચ્છા નથી, તેને જ મોટાં ઉત્કૃષ્ટ પુણ્ય બંધાઈ જાય છે, પણ જેને પુણ્યની અને જડની ક્રિયાની મીઠાશ છે, તથા જ્ઞાતાપણાનું ભાન નથી તેને લોકોત્તર પુણ્ય પણ બંધાતા નથી. અજ્ઞાની માને છે કે મેં પુણ્ય કર્યું, મેં સેવા કરી, પરની દયા, રક્ષા હું કરું છું તથા મારામાં પરના કારણે બંધન થયું. મે જડ કર્મોને બાંધ્યા; એમ એક તત્ત્વમાં બેપણું તે માને છે. તેની તે હોંશ કરે છે, અને જ્ઞાતાપણું ભૂલીને પરભાવના કર્તાપણામાં તે ઉત્સાહ દેખાડે છે. આ મહા વિપરીત દેષ્ટિ છે, તે પોતાના ભાવની હિંસા કરનારી છે, પરનું કંઈ કરું તો થાય, અને ન કરું તો ન થાય એ પણ મહા અભિમાન છે. તત્ત્વ અને પુરુષાર્થને સમજ્યા વિના કેટલાક જીવો શક્કજ્ઞાન-મનની કલ્પનાને જ્ઞાન માને છે. તેઓ મંદકષાયથી દૂર થઈ, તીવ્ર કષાય-પાપપરિણામમાં વર્તે છે અને એકાન્ત પકડીને પુરુષાર્થને ઉથાપે છે. એમ કોઈ શુષ્કજ્ઞાનમાં વર્તે છે તો કોઈ ક્રિયા-જડત્વમાં વર્તે છે. બેઉને રાગની રુચિ છે. વળી કોઈ કહે છે કે અમે જ્ઞાન અને ક્રિયા બઉ કરીએ છીએ, પણ તત્ત્વ અતત્ત્વનું ભાન તેમને હોતું નથી. જીવ જો યથાર્થ સમજે તો વસ્તુનો સ્વભાવ સર્વજ્ઞ ભગવાન કહે છે તેવો જ છે; બીજું સ્વરૂપ ત્રણ કાળમાં નથી એટલે કે આત્મા જ્ઞાન સિવાય બીજું કાંઈ પણ કરે નહિ, એવો ત્રિકાળી નિયમ છે એમ તેના જાણવામાં આવે. જીવ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #353 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૩] [૩૨૭ શુદ્ધ અબંધ પૂર્ણ કૃત્યકૃત્ય, જ્ઞાતા-દષ્ટા છે. એ વસ્તુસ્વરૂપને યથાર્થ ગુરુગમથી સમજ્યા વિના, અનુભવ વિના સાચો પુરુષાર્થ કરી શકે નહિ, અને સમ્યગ્દષ્ટિ થઈ શકે નહિ. કોઈ એમ માને કે હમણાં પુણ્ય કરીએ, પછી પરંપરાએ ધર્મ થશે. એમ બંધભાવથી-પરથી ઊપડેલા જીવો બંધનમાં જ રોકાયેલા છે. અને સ્વથી ઊપડેલા પરને પર જાણે છે, પરદ્રવ્ય-પરભાવમાં કર્તૃત્વ, મમત્વ કરતા નથી. અને સ્વમાં એટલે કે જ્ઞાનમાં જ્ઞાતાપણે રહે છે. જેને પોતાના સ્વભાવનું જ્ઞાન નથી, તેને પરમાં સુખબુદ્ધિ હોય જ. “કર્તાનું ઇષ્ટ તે કર્મ” તે ન્યાયે પરમાં કર્તા થનારને પરસાથે એકતાબુદ્ધિ થાય છે; હું પરને રાખું, ટકાવું એ અટકાવું એવો જે આગ્રહ રાખે છે તેને તે કરવાનો જ આગ્રહ છે, તેથી હું જ્ઞાન છું એવું તેને ભાન નથી. વસ્તુસ્વભાવ આમ જ છે તે સમજો. અહીં શિષ્ય મૂંઝાયો છે. પણ તે તો ઝટ લઈને વિચારપૂર્વક સમજી લે તેવો છે. આ આત્મસિદ્ધિશાસ્ત્રની ગુજરાતી ભાષામાં આવી સહેલી રીતે રચના કરી છે; પણ લોકો પોતાની બાહ્યદૃષ્ટિથી સ્વચ્છેદે વાંચે તો તેમાંથી બીજું કાઢે. અનંતકાળમાં જે સમજાયું નથી, તે સમજવાની રીત પણ કોઈ અપૂર્વ અને જુદી છે. કોઈ કહે કે અમારે કરવું શું? તે વિષે ઘણીવાર કહેવાયું છે કે સાચી સમજણ કરવી, પરનું કાંઈ કરવું પોતાને આધારે નથી. ધર્માત્મા જ્ઞાની પુણ્યને કરતો નથી, બાંધતો નથી, જે પરમાણુ પુણ્યરૂપે પરિણમે છે તેને તેનાથી ભિન્ન રહીને જાણે છે. પૂર્વ કર્મ સત્તામાંથી પ્રગટ થઈને આવે છે, જે થયા કરે છે તેને જાણે છે. સામા જીવને પુણ્યનો ઉદય હોય તો તેને દેવાની ઈચ્છા રાગી જીવને થઈ જાય છે, તેમાં જીવે (આત્માએ) શું કર્યું? ફક્ત જાણ્યું છે, અથવા ઠીક-અઠીક માન્યું છે. અજ્ઞાનીએ અજ્ઞાન અને રાગનું પોષણ કર્યું છે અને જ્ઞાનીએ જ્ઞાન કર્યું છે. જ્ઞાનમાં સ્થિરતા નથી, તેથી પાપથી બચવા માટે જિનપૂજા, વંદન, સ્વાધ્યાય, ભક્તિ વગેરે ક્રિયા થયા વિના રહે નહિ; પુરુષાર્થ હજી પૂર્ણ ઊઘડયો નથી, તેથી શુભવિકલ્પની વૃત્તિમાં જ્ઞાનીને જોડાવું થાય છે. તે જાણે છે કે અસ્થિરતા એ મારો સ્વભાવ નથી, છતાં શુભ જોગની ક્રિયા થતી દેખાય છે, પુણ્ય બંધાય છે પણ તેમાં રેચ માત્ર પ્રેમ નથી. પોતાને પૂર્ણ પવિત્ર શુદ્ધતા-વીતરાગ સમાધિ જોઈએ છે, તે રુચિ અનુસાર જ્ઞાનમાં પુરુષાર્થ કરે છે. મંદકષાયથી પુણ્ય બંધાય છે તેને તે જાણે છે કે જેમ જગતમાં ધૂળના ઢગલા પડયા છે, તેમ આ ક્ષેત્રે પણ પુણ્યના રજકણો અલ્પ સ્થિતિના બંધાય છે, અને જૂના કર્મ ખરી જાય છે. સાચો અભિપ્રાય હોવાં છતાં હજી અસ્થિરતા છે, તેથી શુભ પ્રકૃતિનું પુણ્ય બંધાય છે, તેનું ફળ-જે દેવગતિ દેખાય છે, તેનો પણ ત્યાં નકાર છે, પ્રેમ નથી. આત્મા પરનું કંઈ પણ કરે નહિ, જ્ઞાનમાં જ ટકે, અને જ્ઞાન કરે. આમાં તો ઘણો પુરુષાર્થ જોઈએ. જીવ જ્ઞાનસ્વરૂપ જેમ છે તેમ જાણીને તેમાં જ્ઞાનપણે ટકવું એ જ કર્તવ્ય છે; એમાં ઘણું કરવાનું આવ્યું, પોતાને આધારે પોતાને લાભનુકશાન છે. પોતાનું હિત પોતે જ કરી શકે છે પણ તે ઉપર અજ્ઞાની લક્ષ કરતા નથી, એટલે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #354 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨૮] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કે જે થાય તે નથી કરવું, અને ન થાય તે કરવું છે. પરથી સુખ થાય, ઠીક થાય એવી જે ઊંધી માન્યતા છે તેનો ત્યાગ કરવાની જરૂર છે. આ સમજણથી યથાર્થ તત્ત્વ જેમ છે તેમ સમજાય છે, અને સર્વ ઉપાધિ-પરાધીનતા ટાળીને નિરૂપાધિક શાંતિ વર્તમાનમાં દેખાય છે અજ્ઞાની ઘણા કષ્ટથી મંદકષાય કરી અલ્પ પુણ્ય બાંધે છે; તેનાથી બીજી જાતનાં લોકોત્તર ઊંચાં પુણ્ય મંદકષાયના નિમિત્તથી જ્ઞાની સમ્યગ્દષ્ટિને સહેજે અનિચ્છાથી બંધાઈ જાય છે. આત્મા તો અબંધ છે, સળંગ જ્ઞાનમાત્ર જ્ઞાતા જ છે, તેની એકવાર હા તો લાવો! હું પૂર્ણ શુદ્ધ, અબંધ, જ્ઞાનમાત્ર છું, જ્ઞાન સિવાય કાંઈ પણ મારું કર્તવ્ય નથી, દયા, રાગ, પુણ્ય-પાપનાં પરિણામ કરવા એ મારો સ્વભાવ નથી, ને બંધભાવ છે, મારો તો અવિકારી અબંધ શુદ્ધ સ્વભાવ છે, એવા આ તત્ત્વને માન્યા વિના જે કંઈ કરશે તે બધું ઊલટું કરશે અને બંધન કરશે. જે તત્ત્વ જેમ છે તેમ ન માનવું, ન જાણવું અને સ્વચ્છેદે તેમાં કલ્પના કરવી તે ઊંધી માન્યતા છે. શ્રીમદ્ એક પત્રમાં લખે છે, કે અનંતકાળથી જે તત્ત્વ ન સમજાયું તેને યથાર્થ ન્યાય-પ્રમાણથી સવળું સમજતાં વાર લાગે તેનો વાંધો નહિ, પણ ઊંધું સમજાય તો હાનિ છે. સાચું શું તેને મધ્યસ્થપણે સમજવાનો પરિચય કરવો તે પણ પરમાર્થનું કારણ છે. આત્માનું સ્વરૂપ શું છે તે સમજવું એ જ ખરું કર્તવ્ય છે. પુણ્યાદિ કે દેહાદિ જડનાં કાર્ય કરવાનું અભિમાન ખરું કર્તવ્ય નથી. લોકો કહે છે કે, આવું માનવાથી-કરવાથી તો પુણ્ય વગેરે ઊડી જશે, માટે આપણે તો આ પુણ્યાદિ કરો, દાન, તપ, શીલ કરવાથી પરંપરાએ મોક્ષ થાય, માટે આપણે નિશ્ચયનું કામ નથી. નિશ્ચય એટલે સત્ય. જે સસ્વરૂપના પુરુષાર્થની ના પાડે છે, તે નરકમાં નપુંસક થશે, કારણ કે પોતાનો પુરુષાર્થ જડની ક્રિયામાં ખતવે છે, અને પોતાને માલ વિનાનો પરાધીન માને છે, જે કાર્ય પોતાનું નથી તેને કર્તવ્ય માને છે અને અમે સંસારની વ્યવસ્થા રાખી દઈએ, અમે શરીર વગેરેને બરાબર રાખીએ, વગેરે વગેરે જડભાવનો કર્તા થઈને, બડકમદાર બનીને જ્ઞાતાપણાનો નકાર કરે છે. તે જડનાં કર્તવ્ય હું કરું છું, એનાથી મારી સગવડ જળવાઈ રહે છે માટે આનું આમ જ કરી શકું, વગેરે અનેક પ્રકારનું અહંપણું ધારતો અને જ્ઞાનને નકારતો તે આત્માનું વીર્ય હારી જાય છે, અને પરંપરાએ અવશ્ય નારકીનો નપુંસક થાય છે. ન્યાય સમજો કે આત્મા સદા અરૂપી જ્ઞાનમૂર્તિ છે, તેની ક્રિયા જ્ઞાનમાત્ર એટલે જ્ઞાતા-દેષ્ટા-સાક્ષીપણાની છે. તે ભૂલીને પુષ્યવાળો, રાગવાળો, પરમાં કર્તા-ભોક્તાપણે જડની ક્રિયા કરનારો વગેરે પરભાવવાળો માનવો તે શું ચૈતન્યની આશાતના-અવગણના નથી? છે. વિચારો તો સ્પષ્ટ સમજાશે કે પરનું કરવું, ભોગવવું, લેવું, મૂકવું એવી શુભ-અશુભ કલ્પના જ જીવ કરી શકે છે, પણ પરનું કાંઈ કરી શકતો નથી. જીવ કાં કરે જ્ઞાન, અને કાં કરે અજ્ઞાન, એટલે કે જ્ઞાનમાં જ પોતે ઊંઘી અથવા સવળી ખતવણી કરી શકે. જાણવું માત્ર ચેતનનું કાર્ય છે. આ ન્યાય સમજાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #355 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૩] [૩૨૯ તો જ રાગ-દ્વેષ રહિત આત્મા સમજી શકાય તેમ છે. સાચું સમજ્યા પછી અંતરંગમાં ક્યાંય સમજણમાં ભૂલ ન થાય. અહીં તો શિષ્યને મૂંઝવણ થાય છે અને તે સમજવાનો કામી છે, પણ લોકોની બુદ્ધિ ઘણી સ્થળ છે. જડ અને ચેતનના ગુણ તથા ધર્મની વહેંચણી કરવામાં સ્થૂળબુદ્ધિ અને બાહ્યદૃષ્ટિ કાર્યકારી નથી. કોઈ ઉપર-ઉપરથી દેહની ક્રિયાને જ દેખે છે, અને કોઈ શાસ્ત્રો ઉપર-ઉપરથી વાંચે છે. લોકો ઇતિહાસ, વાર્તા, નોવેલોની માફક શાસ્ત્રો વાંચી જાય છે, અને પછી સર્વજ્ઞ વીતરાગનાં વચનો ઉપર પોતાનો મત આપે કે આનું આમ જ હોવું જોઈએ, કારણ કે અમારી માન્યતાથી આમ બેસે છે ન્યાય શું તેની તો કાંઈ ખબર પડે નહિ અને પોતાને જ્ઞાની માને, પણ તેથી તો તે સ્વયં પોતાનું અહિત કરે છે માટે જ્ઞાની કહે છે કે તત્વને યથાર્થ સત્સમાગમે સમજો. ફરી ટાણાં મળવાં મુશ્કેલ છે. મનુષ્યભવ હારી જવા જેવું ન થાય, તે માટે આ જ ક્ષણે તત્ત્વની વિચારણા કરો. સમજણની ભૂલ પોતાથી જ ટળે છે. શ્રીમદ્ પ્રથમ ગાથામાં કહે છે કે “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત.” પોતે અનંત શક્તિવાળો છે, છતાં પોતાની સ્વાધીન શક્તિને ભૂલ્યો છે. જ્ઞાનનું વીર્ય પર માટે અકર્તા છે. જીવ જ્ઞાનમાત્ર છે અને સુખસ્વરૂપ છે તેનું ભૂલવું અનાદિથી થયું છે, કારણ કે પરમાં અનાદિથી સુખબુદ્ધિ છે. જીવને પોતામાં સુખ દેખાતું નથી, તેથી પુણ્યની મીઠાસ પેસી ગઈ છે, આ પરાધીન મનોદશા છોડવી લોકોને ગમતી નથી. પુણ્ય થઈ જાય તે જુદી વાત છે, પણ તે ઠીક માનવું, કરવા જેવું છે એમ માનવું તે અજ્ઞાન છે. આત્મા અબંધતત્ત્વ છે, તેમાં પુણ્યબંધથી ગુણ માનવો તે મિથ્યાત્વ છે. લોકો ધર્મને બહાને જડની ઓથ લે છે અને કહે છે કે, શાસ્ત્રમાં સમકિતીનાં પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય કહ્યું છે. એમ કહીને પુણ્યની મીઠાશ વેદે છે; એટલે વિકારની મીઠાશ વેદે છે. ચેતનસ્વભાવથી વિપરીત બંધભાવ જે પુણ્ય છે તેને ઈચ્છે છે, પુણ્યથી મને લાભ થશે એવી પુણ્યમાં જેને સુખબુદ્ધિ છે તેને સ્વાધીનતા જોઈતી નથી, પણ પરાધીનતા રચે છે. તેઓને જ્ઞાની પુરુષોએ પુગલના ભિખારી કહ્યા છે, કારણ કે શંકાના ગોળની જેમ તેનું લક્ષ અને મીઠાશ તેમાં જ રહે છે. લોકોને સાચી વસ્તુસ્થિતિનો વિચાર નથી, અને કહે છે કે હાય-હાય ! અમારાં પુણ્ય ચાલ્યાં જશે, પુણ્ય વિના ધર્મ કેમ થાય ? પણ ન્યાયથી સ્પષ્ટ છે કે પુણ્યપરિણામ તે શુભરાગ છે, તે મોહકર્મનો વિકાર છે. વિકાર રાખે ભગવાન અવિકારી આત્મા કેમ પ્રગટે? ગુણ ક્યાંથી થાય? બંધભાવે અબંધભાવ ક્યાંથી થાય? પુણ્ય તો જ્ઞાનીને પણ થઈ જાય છે, પણ તેનાથી ગુણ માનતા નથી. ધર્માત્માના હાથે જેવાં પુણ્યકાર્ય થાય, તેવાં અજ્ઞાનીના હાથે ન થાય. જિનપૂજા, વંદન, ભક્તિ વગેરે થાય છે, અને શુભરાગના કારણે પુણ્ય બંધાય છે; છતાં પુણ્યની ઈચ્છા ધર્માત્માને નથી. ધર્માત્મા અશુભ પરિણામ ટાળીને મંદકષાયનો પુરુષાર્થ કરે છે, તે અકષાયી શુદ્ધતાની દૃષ્ટિના લક્ષે જ પુરુષાર્થ કરે છે. તેને વચ્ચે શુભ પરિણામ આવે છે, પણ તેનો તે સ્વામી થતો નથી. તે જાણે છે કે મંદકષાયના પરિણામની જે વૃત્તિ આવે છે, તેમાં રાગ ટાળ્યો તેટલો ગુણ છે અને રાગ રહ્યો તેનો નકાર છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #356 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૦] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સમ્યગ્દર્શન થયા પછી પુણ્યની જાત પણ બદલાઈ જાય છે. કેવળજ્ઞાન થતાં તીર્થકર ભગવાનના દેહના પરમાણુ પણ બદલાઈ જાય છે, એટલે કે પરમ ઔદારિક સ્ફટિક જેવા પરમાણુનો દેહ બની રહે છે. તીર્થકર નામકર્મના જેવાં ઉત્કૃષ્ટ પુણ્ય જ્ઞાની ધર્માત્માને જ બંધાય છે. અજ્ઞાનીને એવાં પુણ્ય પણ ન બંધાય. તીર્થકર ભગવાન સંસારમાં ગૃહસ્થવેશમાં હોય ત્યારે તેમને આહાર હોય પણ નિહાર ન હોય, અને સર્વજ્ઞ વીતરાગ થયા પછી આહાર, નિહાર, તૃષા, ભૂખ, નિદ્રા, પરસેવો વગેરે અઢાર દોષ ન હોય. આ વાતનો તત્ત્વથી અજાણ લોકોને વિશ્વાસ આવવો કઠણ છે. આત્મજ્ઞાન થયા પછી અમૂક ભૂમિકાએ શરીરની જાત જ જુદી થઈ જાય છે. ચૈતન્ય ભગવાન જાગ્યો, કે તેનાં પુણ્યનો પાર જ ન રહે. વીતરાગ ભગવાનના આત્માની તો શી વાત? તેમના દેહનો પણ અપૂર્વ મહિમા છે. ભગવાન તીર્થંકરનો દેહ પરમ ઔદારિક ઉજ્જવળ સ્ફટિક જેવો થઈ જાય છે. જેનાં ભાગ્ય હોય તેવા લાયક જીવ ભગવાન સમીપ જાય, અને તેમના દેહને દેખે; ત્યાં પોતે પોતાના સાત ભવને દેખે, તો પછી ભગવાનના ચૈતન્યને દેખે તેના ભાગ્યની તો શી વાત કરવી? લોકોને બહારની વાતો ઉપર વધારે લક્ષ રહે છે, પણ આત્મતત્ત્વનો મહિમા શું તેનું લક્ષ નથી. જે વસ્તુસ્વભાવ ત્રિકાળ સિદ્ધ છે તેનું યથાર્થ મનન થવું જોઈએ. કાળદોષથી લોકોની મનોવૃત્તિને ઊંધાં પોષણ મળેલાં છે, તેથી સાચું તત્ત્વ-અતીન્દ્રિય આત્મસ્વરૂપ કેવું હોઈ શકે, તે સ્વરૂપ સમજવાનો અવકાશ નથી મળ્યો, ઘણાને મૂંઝવણ થાય છે કે અમારે શું સાચું માનવું? ઝવેરી હોય તે કાચના ઢગલામાંથી હીરાની પરીક્ષા કરવામાં ન મૂંઝાય, તેમ મુમુક્ષુ હોય તે તત્ત્વની પરીક્ષા કરવામાં ન મૂંઝાય. ૯૩ અહીં તૈયાર થયેલો શિષ્ય પૂછે છે :- પ્રભુ! કઈ જાતિમાં મોક્ષ થાય, તે વગેરે બાબતોમાં જગતમાં ઘણી વાતો થાય છે, માટે તેમાંથી ખરું શું છે તે સમજાવો. એ ભાવની ગાથા હવે આવે છે: કયી જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪. બ્રાહ્મણ કહે અમે ઊંચા, ક્ષત્રિય કહે અમે ઊંચા, એમ પોતાના કુળધર્મથી કલ્યાણ માને છે. બ્રાહ્મણ આદિ જાતિ પોતાને મોક્ષના અધિકારી માને છે, પણ બ્રહ્મ આત્માનું સ્વરૂપ છે તેને જે સમજે, અને જ્ઞાનસ્વરૂપમાં સ્થિર રહે, તે જ્ઞાની સ્વયં બ્રાહ્મણ છે. હજારો વેશ અને હજારો મતમતાંતર શિષ્ય જાણ્યા છે, અને મત-મતાંતર કે પક્ષ આદિ ઘણાનો ખ્યાલ હોવાથી તે મતમતાંતર કે પક્ષોમાં શું દોષ છે, તે સગુરુ ભગવાન સમજાવે તો પોતાથી સમજાય તેમ છે. એમ શિષ્યને ખાતરી હોવાથી આ આશંકા રજૂ કરી છે. ગાથા ૯૩માં વિવેક કરવાની ભાવના છે અને આ ગાથા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #357 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૫] [૩૩૧ ૯૪ માં નિર્ણય કરવાની ભાવના છે. અહીં તો એવો શિષ્ય છે, કે જે એકાદ ભવમાં અપૂર્વ તૈયારી વડે ગુરુ સાથે જ મોક્ષ પામે. જેને મોક્ષ જોઈતો હોય તેણે આવો વેશ અને આવી ક્રિયા કરવી પડશે, અમુક જાતની દેહની ક્રિયાથી કે પુણ્યથી આત્મા જાગે છે, એમ ઘણા મતાર્થીઓ માને છે; તો હે શ્રીગુરુ! આત્મસ્વરૂપ ભગવાન ક્યા વેશથી પ્રસન્ન થતા હશે? દંડ રાખવાથી કે છોડવાથી, જંગલમાં જવાથી, ધ્યાન કરવાથી કે બાહ્ય ત્યાગથી? વગેરે જગતમાં ઘણા અભિપ્રાય છે તેમાં ક્યો મત સાચો હશે? એ વગેરે આશંકા આ ગાળામાં શિષ્ય રજૂ કરી છે. ૯૪ હવે શિષ્ય પોતાના આત્માને જલ્દી લાભ થાય તેવી તીવ્ર જિજ્ઞાસા બતાવે છે – તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ-ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય ? ૯૫ શિષ્યની જાણવાની ધગશ ઘણી છે. આ પંચ બોલથી સિદ્ધ પાંચે પદો તો જાણ્યાં, પણ એ જાણ્યાનો ઉપકાર ક્યારે થાય, કે છઠ્ઠો મોક્ષનો ઉપાય હું જાણું તો “સમજ્યા વિણ ઉપકાર શો” એમ અહીં બહુ વિનયથી શિષ્ય ઉપકારીનો ઉપકાર માને છે, અને ૯૬ મી ગાથામાં ઉપકારની હોંશ જણાવશે. [ તા. ૧૬-૧૧-૩૯] મોક્ષપદ-મોક્ષસ્વભાવનો શુદ્ધ પર્યાય કેમ પ્રગટે તે જાણવાની જિજ્ઞાસુ શિષ્ય એ કારણે મૂંઝાણો છે કે આત્મકલ્યાણનો ઉપાય કહેનારા અનેક મત-મતાંતર છે તેથી તથા કઈ જાતિમાં મોક્ષ છે, તેનો નિર્ણય નથી થતો, તથા ક્યા વેશથી મોક્ષ થાય, એ વગેરે આટલા બધા ભેદોમાંથી સાચો નિર્ણય કેમ કરવો, તે તેને મુશ્કેલ જણાય છે. તેથી મોક્ષનો ઉપાય ન હોય, એમ શિષ્યને શંકા ઉત્પન્ન થઈ, તથા જીવાદિ પાંચે પદો જાણ્યાનો કાંઈ ઉપકાર દેખાતો નથી, તેથી શિષ્ય મોક્ષનો ઉપાય” તરત જાણવાની ઈચ્છાવાન થયો છે. ૯૫ હવે શિષ્ય તે ઉપાય જાણવાની પોતાની હોંશ બતાવે છે : પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાગ; સમાં મોક્ષ-ઉપાય તો, ઉદય ઉદય સદ્દભાગ્ય. ૯૬ આ શંકાનો છેલ્લો બોલ અને છેલ્લી કડી છે. હવે પછી શિષ્ય શંકા કરવાનો નથી. હવે નિઃશંક થવાનો છે, તેથી હોંશમાં આવી ગયો છે, અને કહે છે કે હે ગુરુદેવ! આપે પાંચ ઉત્તર કહ્યા તેથી સર્વાગ એટલે બધી રીતે મારી શંકાનું સમાધાન થયું છે. એટલે આપનો પ્રયાસ સફળ છે. જે એકવાર શંકા કરી અને જે સમાધાન થયું તેની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #358 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૨] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ફરી શંકા થતી નથી. હવે આત્માની પવિત્ર દશા પ્રગટ કરવાનો અવિરોધ ઉપાય હું સમજ તો સભાગ્યનો ઉદય ઉદય થાય. અત્રે “ઉદય” “ઉદય” બે વાર શબ્દ છે. તે પાંચ ઉત્તરના સમાધાનથી થયેલી મોક્ષપદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે. આ તો બરાબર વિચાર કરીને તૈયાર થયો છે, પણ લોકોને “પૂર્વે હું હતો કે કેમ?' “કર્તા-ભોક્તા શું?' એનો વિચાર પણ આવતો નથી. સંસારના પ્રેમથી છૂટીને નવરા થાય, ત્યારે તેનો વિચાર આવે ને! આત્માર્થી જિજ્ઞાસુ-મુમુક્ષુ, કેવા હોવા જોઈએ તે સમજવું જોઈએ. કોઈ ક્રિયાથી, કોઈ પૂજાથી, કોઈ સેવાથી, કોઈ ઈશ્વર છે તેની ભક્તિથી,-એમ પુણ્યથી એટલે બંધન અને બંધભાવથી મોક્ષસાધન માને છે, પણ તે તો સંસારમાં રખડવાના હેતુઓ છે. વિકારીભાવથી છૂટવા માટે અબંધભાવ, શુભાશુભ રાગરહિત શુદ્ધભાવ હોવો જોઈએ. સ્વતંત્રતા ખીલવવી તે મોક્ષનો ઉપાય છે. તે સ્વાધીન મહાસુખસ્વરૂપની પૂર્ણ પવિત્રદશાનો ઉપાય હું સમજું એટલે કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની રમણતારૂપ ચારિત્ર તે અતીન્દ્રિય આત્મસ્વભાવ છે, તેને અવિરોધપણે પ્રગટ કરવાની રીત સમજ તો સદ્ભાગ્યનો ઉદય ઉદય થાય. શિષ્ય કહે છે કે ગુરુદેવ! આપે સમજાવ્યું માટે “હું સમજ” એમ પોતાના ઉપાદાનની તેયારી બતાવે છે. ૯૬ સગુરુ સમાધાન શિષ્યની તૈયારી જોઈને શ્રીગુરુ સમાધાન કરે છે : પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષઉપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ શિષ્ય પાંચ પદની શંકા કાઢી નાખી ત્યારે શ્રીગુરુ કહે છે કે, “તું કહે છે તે તારી વાતનો હું પણ સ્વીકાર કરું છું, તું લાયક છો,” એમ જ્ઞાની પુરુષે સ્વીકાર કર્યો. “પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીત થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ રીતે તને સહજમાં પ્રતીત થશે.” અત્રે “થશે” અને “સહજ” એ બે શબ્દનો આત્મા વિષે (મન વિષે નહિ) અંદરથી પડકાર આવ્યો છે. અનંત કાળમાં જે નહોતું બેઠું, તે અપૂર્વ તત્ત્વ સમજાયું છે. તેથી ગુરુ કહે છે કે તને સહજમાં મોક્ષની પ્રાપ્તિ થશે, એમ શ્રીગુરુને પણ પ્રમોદ આવે છે. જીવ અજ્ઞાનભાવે રાગાદિનો, પુણ્યાદિ શુભાશુભ ભાવનો કર્તા-ભોક્તા છે, અને સાચા જ્ઞાનભાવે (ચેતન જો નિજ ભાનમાં કર્તાઆપ સ્વભાવ) પરનો અકર્તા અને સ્વરૂપસ્થિતિમાં જ્ઞાનનો કર્તા-ભોક્તા છે, તેમાં પુણ્યાદિ સાધનની સહાય નથી. પુણ્ય છે તે પરવસ્તુ છે, હુદવાળું છે, ઉપાધિતત્ત્વ છે, અને આત્મા તો ચૈતન્ય ભગવાન નિરૂપાધિક સ્વાધીન તત્ત્વ છે. મનની ધારણાથી ઘણાં શાસ્ત્રો, અગિયાર અંગ અને નવ પૂર્વ ભણ્યો અને છ કાયની દયાના શુભપરિણામ, પાંચ મહાવ્રત આદિ પુણ્યપરિણામ પૂર્વે અનંતવાર જીવે કર્યા. પણ તે બંધભાવે અબંધ તત્ત્વ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #359 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૮] [૩૩૩ ન પ્રગટે-એમ મોક્ષસાધનમાં પુણ્યનો નિષેધ કર્યો છે. ધર્માત્માને સરાગાવસ્થામાં અલ્પ રાગ રહે ત્યાં સુધી પુણ્ય થઈ જાય, થયા વિના રહે નહિ, પણ તેમાં મમત્વ કે કર્તુત્વ માનતો નથી. રાગાદિ કરવા જેવા છે તેમ ન માનવું અને તેમાં ન ટકવું તેમ અહીં કહ્યું છે. શિષ્ય કહ્યું કે હું આપની કૃપા વડે સમજ્યો અને ગુરુએ તેનો સ્વીકાર કર્યો, તે ભાવ કેવો અપૂર્વ હશે ! તે સમજો. પ્રથમ જ રાજકોટમાં આમ જાહેર રીતે, ઘણા જીવો લાભ લઈ શકે એવી રીતે આ આત્મસિદ્ધિ વંચાય છે, તે શાસનમાં ભાગ્ય છે. આ જ્ઞાનપંચમી અને આ બે ગાથાની સંધિ એ શાસનનો મહિમા સૂચવે છે. શિષ્યની લાયકાત અને ગુરુએ તેની પાત્રતાનો કરેલો સ્વીકાર, એ અનંત ભવનો અંત કરી એક બે ભવે મોક્ષ થાય, એવા સર્વોત્કૃષ્ટ ભાવની સમજણ છે. જે સમજે તેને ઉપકાર થાય. શ્રી સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્ય દેવ છઠ્ઠી ગાથામાં “વિ દોઃિ અપ્પમત્તો પુનત્તોપ્રમત્ત-અપ્રમત્ત બે દશાના ભેદ રહિત, નિરપેક્ષ એક શુદ્ધ આત્મપદનો મહિમા કહેતાં કહે છે કે – આત્મા અનાદિ અનંત એકરૂપ જ્ઞાયક છે, તેમાં પ્રકૃત્તિના નિમિત્તની બે અવસ્થા શી? આ નિગ્રંથ મુનિ આચાર્યપરમેષ્ઠી છઠ્ઠી–સાતમી ભૂમિકા સાધકની સર્વોત્કૃષ્ટ દશામાં, આત્મસ્વરૂપની રમણતામાં મસ્ત હતા, તે વખતે સમયસારની રચના થઈ છે. પણ તેમાં અપ્રતિહતભાવના અપૂર્વ ભણકાર છે, એક જ ભવે મોક્ષની નિઃસંદેહ સાક્ષી છે. તે ન્યાય અને આશયને જે સમજે, તે પણ એ જ ભવની નિઃસંદેહતા લાવે. આવા ગુરુ અને શિષ્ય એકાવનારી જ હોય. અહીં “થશે” અને “સહજ' એમ બે શબ્દ સદ્ગએ કહ્યા, તે-જેને પાંચે પદની પ્રતીત થઈ તેને મોક્ષ ઉપાય સમજવો કંઈ કઠણ નથી. એમ દર્શાવવા તથા શિષ્યની ખાસ જિજ્ઞાસા જાણીને અવશ્ય તને મોક્ષ-ઉપાય તારાથી ફળશે (પરિણમશે) એમ જાણીને તે વચન કહ્યાં છે, સદ્ગુરુનાં વચનનો આ આશય છે. આ ૯૭ મી ગાથામાં શ્રીગુરુએ આશીર્વાદ આપ્યો કે તને સમજાશે, અને તારું પરમ કલ્યાણ થશે, આવો આત્મધર્મનો મહિમા–તેનું વર્તમાનમાં પ્રગટ પ્રકાશિત રહેવું, એ જ વીતરાગ શાસનનો મહિમા છે, અને મુમુક્ષુઓનાં મહાભાગ્ય છે. સ્વરૂપ જેમ છે તેમ સમજીને, તે જાતનો પુરુષાર્થ જે કરે તે સદ્ગુરુનો ઉપકાર સ્વીકારી શકે, અને પુરુષના જ્ઞાનમાં તેનો સ્વીકાર થાય જ. ૯૭ હવે ટૂંકામાં મોક્ષનો ઉપાય શ્રી સદ્ગુરુ સમજાવે છે - કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. ૯૮ ટૂંકું સૂત્ર કહે છે કે ભાઈ ! આત્મા ચિદાનંદ, અબંધ, શુદ્ધ નિત્ય તત્ત્વ છે, તેમાં જે શુભઅશુભ કર્મભાવ દેખાય છે, તેનો સ્વીકાર કરવો તે અજ્ઞાનભાવ છે, તે આત્માની સ્વાધીનતા લૂંટનાર છે. જ્ઞાતા આત્મા નિર્દોષ શુદ્ધ છે, શુભાશુભભાવને પોતાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #360 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા માનવા તે જ અજ્ઞાન છે, કારણ કે જે શુભ-અશુભ પરિણામ થાય છે તે મોહકર્મજન્યભાવ છે, ઔપાધિક મલિન ભાવો છે. તેને પોતાના, કે ઠીક માનવા અને તેમાં ઠરવું તે અજ્ઞાન છે. ચેતનત્વ અને કર્મવ બેઉ જુદા છે. જે શુભ-અશુભ રાગાદિરૂપ ભાવ થાય છે તે વિકાર છે. જીવે તેમાં પોતાનું હિત માનવું, તેને પોતાનો ગુણ માનવો તથા તેમાં હોંશથી ટકવું, તે મિથ્યાત્વભાવ છે. તમારે અશુભમાં-પાપપરિણામમાં નથી ટકવું, તો શુભ જોગનો સાથ તો રહ્યા જ કરશે, પણ શુભ અને અશુભ બેઉ અશુદ્ધ ભાવ છે તેથી તેમાં સદાય હેયબુદ્ધિ જોઈએ. તેનાથી ગુણ નથી, છતાં તે વચ્ચે આવે છે. એ શુભ-અશુભ ભાવ મોહકર્મમાં જોડાવાથી થતી અવસ્થા છે. એ કર્મભાવ ચૈતન્યના ઘરનો છે કે મોહકર્મજનિત છે તે નક્કી કરો. મોહકર્મપ્રકૃતિના અનંત પુદ્ગલ પરમાણુઓ છે. તેમાં જોડાવાથી એ ભાવ થાય છે. તેથી તે મોહજનિત કાર્ય છે. કર્મ એટલે કાર્ય, તેને શાસ્ત્રમાં કર્મપ્રકૃતિ” એવી સંજ્ઞા આપી છે; અનંતા રજકણોની તે રૂપે થવાની યોગ્યતા છે. તેમાં ક્ષોભ પામી તે નિમિત્તમાં જોડાનાર રાગી જીવ છે. નિમિત્તની અસર લેવી તે ગુણ નથી. કોઈ તત્ત્વ સ્વભાવે વિકારી દોષિત હોઈ શકે નહિ. સોનું સોનાથી મલિન ન થાય, તેમ આત્માનો ગુણ કાંઈ દોષનું કારણ ન થાય. ગુણવડે પુણ્યપાપનો બંધ ન થાય, પણ પોતાની જ્ઞાતાદૃષ્ટાશક્તિ ભૂલીને પુણ્યની રુચિમાં જીવ ટક્યો છે, ત્યાં સુધી બંધ છે. જે પુણ્ય-પાપનું બંધન થયું તે રાગ-દ્વેષરૂપ અજ્ઞાનના કારણે થયું છે; માટે કર્મભાવ તે બંધભાવ છે, તેનાથી મુક્ત થવાનો અબંધભાવ તે નિજભાવ છે, તેની હા લાવો; તેથી અહીં કહે છે કે કર્મભાવને પોતાનો કેવી રીતે મનાયો છે, તે ભૂલને સમજીને તે ભૂલનો ત્યાગ કરો. સમ્યગ્દષ્ટિ તે જ વીતરાગદષ્ટિ છે, અબંધદષ્ટિ છે. સળંગ અબંધતત્ત્વ કદી પણ બાહ્યભાવે પ્રગટે નહિ. બાહ્યનું કરવું તો કોઈના આધારે નથી. બાહ્યનાં કર્તવ્યો થવાં કે ન થવાં તે જીવને આધારે નથી. શુભ પરિણામની ઈચ્છા કરે અને તેવું કાર્ય થવું હોય તો થાય અને ન પણ થાય. દેહાદિ પરદ્રવ્યનાં કાર્યો જે કાળે જે ક્ષેત્રે થવા યોગ્ય હોય તે ક્ષેત્રે અને તે કાળે થાય જ. બાહ્યની ક્રિયા ઉપર જીવના ભાવનો આધાર નથી. સામાનું જીવવું અને મરવું તે તેના પોતાના આયુષ્યકર્મની સ્થિતિ ઉપર આધાર રાખે છે. કેટલાક બાહ્ય ક્રિયાના આધારે પુણ્ય-પાપ માને છે પણ તેમ નથી. કોઈ જીવને બચાવવો, રોટલા આપવા, સાધુ સિવાય કોઈને દાન દેવું તે બધું પાપ છે એમ એક પંથ માને છે, પણ તે ભૂલ છે, કારણ કે એ બધો પુણ્યભાવ છે. તે પંથ તો દયાના જે પુણ્યપરિણામ થાય તેને પાપ માને છે. એક માણસને પરજીવને બચાવવાના ભાવ હોય, છતાં તે જીવ મરી જાય તો તેને પાપ નથી, શુભ કે અશુભ પરિણામ પોતાને થયા, તે પરિણામથી પોતાને શુભ કે અશુભ બંધ છે. વળી કેટલાક લોકોને બહારની ક્રિયા કરવાનું બતાવે છે, અને કેટલાક પુણ્યપરિણામને પાપ કહે છે, વળી કોઈ પુણ્યથી ધર્મ થાય એમ મનાવે છે, પરંતુ તે ખરું નથી. સાર એમ છે કે શુભાશુભ પરિણામ કર્મ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #361 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૮ ] [ ૩૩૫ જન્મભાવ છે. શિષ્ય જાણ્યું છે કે ૫૨માર્થમાર્ગમાં બહારથી કાંઈ કાર્ય નથી, કા૨ણ કે બહા૨નાં કાર્ય જીવને આધીન નથી, કોઈ એમ માને કે મેં ફલાણી સંસ્થાની સ્થાપના કરી અને તેથી ઘણા જીવોની હિંસા થતી અટકાવી તો તે વાત જૂઠી છે. શુભ, અશુભ કે શુદ્ધભાવ જીવથી કરી શકાય છે, તેથી અત્રે પરિણામ ઉપર વાત છે. આ ગાથાનો પહેલો જ ટૂકડો અંતરંગ પરિણામ ઉપ૨ આધાર રાખી જણાવે છે. તે ટૂકડો વિભાવપરિણામ અને સ્વભાવપરિણામનું ચક્ર કેવું છે, તેનું લક્ષ કરવાનું કહે છે અને જણાવે છે. જે શુભાશુભ પુણ્ય-પાપ કર્મની અવસ્થા છે તે તારા સ્વરૂપથી વિપરીત જાતની છે, અને તે પૂર્વની ભૂલનું ફળ છે. તે ઉદયરૂપ શુભ-અશુભ મલિન ભાવને જે કોઈ પોતાનો માને, ઠીક માને કે કર્તવ્ય માને, તેણે રાગ રહિત શુદ્ધ આત્માને આદરણીય માન્યો નથી. જે શુભ-અશુભ પરિણામ થાય છે તે મારા છે, મારાથી થાય છે એવું જેણે માન્યું તેણે ૫૨ભાવને પોતાનો માન્યો છે; અને તેમાં રાગ દ્વારા પોતાનું કર્તવ્ય માને છે, તે કર્મભાવ અજ્ઞાનભાવ છે. અત્રે શ્રીગુરુએ પરિણામ જોવા માટે કહ્યું છે. અજ્ઞાનભાવથી જુદા જ્ઞાતાપણે સ્વભાવમાં રહેવું; અને તેની સમજણ આપી કે શુભ-અશુભ વૃત્તિમાં જોડાવું, ઠરવું તે કર્મભાવ છે. જેટલો કર્મભાવ ઊભો કરે તે અજ્ઞાન છે. અજ્ઞાનનો સ્વભાવ અંધકાર જેવો છે, તેથી જેમ પ્રકાશ થતાં ઘણા કાળનો અંધકાર નાશ પામે છે, તેમ સમ્યગ્દર્શનપૂર્વક સમ્યગ્નાનનો પ્રકાશ થતાં જ અનાદિનું અજ્ઞાન પણ નાશ પામે છે. હું પુણ્ય-પાપના શુભાશુભ પરિણામરહિત, અરાગી, જ્ઞાતાદેષ્ટા, પૂર્ણશુદ્ધ તત્ત્વ છું. સર્વ સંગથી વિમુક્ત મોક્ષભાવ તો નિજસ્વરૂપમાં વસવું છે. નિજ આત્મસ્વભાવમાં સહજપણે સ્થિતિ થવી તે મોક્ષભાવ છે. અભિપ્રાયનું નિઃશંકપણું થવું તે પ્રતીત, ૫૨થી સર્વથા જુદાપણાનું જ્ઞાન અને રાગરહિત શાનદશામાં ટકી રહેવું-સ્થિર થવું તે મોક્ષમાર્ગ છે. હું નિર્દોષ જ્ઞાતા પૂર્ણ શુદ્ધ છું, તેની રુચિ, જાણપણું અને તેમાં રાગરહિત રમવું-ટકવું તે સ્વરૂપાચરણચારિત્ર છે, તે જ સમ્યકક્રિયા છે, તે જ જ્ઞાનક્રિયારૂપ મોક્ષમાર્ગ છે. જાણના૨ને જ્ઞાયકતામાં સ્થિર રાખવો તે જ પુરુષાર્થ છે. રાગના ભાગને જ્ઞાનવડે ટાળીને, જ્ઞાનમાં ટકી રહેવાનો પુરુષાર્થ એ જ વ્યવહા૨ છે, બીજો વ્યવહા૨ નથી. “અંધકાર અજ્ઞાનસમ નાશે જ્ઞાનપ્રકાશ.” અંધકારમાં વસ્તુ ન દેખાય તેમ, જોકે જ્ઞાનમૂર્તિ ચૈતન્ય જેમ છે તેમ છે, છતાં મનના વિકલ્પથી, શુભભાવથી અથવા પુણ્ય-પાપની રુચિરૂપ-મિથ્યાભાવરૂપ અજ્ઞાનથી તે આત્મા જોવામાં આવતો નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ દીપકનો પ્રકાશ થતાં પુણ્ય-પાપરૂપ ભાવઅંધકા૨નો નાશ થઈ જાય છે. પરભાવને, (ઉપાધિરૂપ શુભાશુભ) બંધભાવને જાદો જાણે, ૫૨ જાણે તો સાચો અભિપ્રાય થઈ શકે. સાચો અભિપ્રાય થયા પછી પણ ચારિત્રના દોષથી શુભ-અશુભ અસ્થિરતા થઈ જાય છે, પણ તેનો અભિપ્રાયમાં સ્વીકાર નથી અનંતકાળ જે અજ્ઞાનમાં ગયો તે ભૂલને ટાળવા માટે અનંતકાળ ન જોઈએ. એ અનંતકાળની ભૂલ ટાળવા માટે એક જ સમયની સ્થિરતા બસ છે. ન ઘણા કાળનો અંધકાર જેમ પ્રકાશ થતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અંધકારનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #362 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૬ ] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નાશ થાય છે. આમાં કાંઈ બહારથી કરવાનું ન આવ્યું કે આટલું પુણ્ય કરો, પરની દયા પાળો કે જડની ક્રિયાનું અભિમાન કરો. બીજા ઉપાયથી, બીજી જાતથી કદાપિ અતીન્દ્રિય ચૈતન્ય આત્મા પ્રગટે નહિ. સાચા જ્ઞાનના અભિપ્રાય વિના અજ્ઞાન ટળે નહિ. અંધારાને કાઢવા માટે સૂપડાંસાંબેલા કામ આવે નહિ. શરીરની ક્રિયાથી, કે રજોહરણ અને લૂગડાંને આમ ફેરવે, તેમ ફેરવે, જોઈને ચાલે, તેથી કાંઈ આત્મા ચૈતન્યપ્રભુ નિર્મળ થાય છે, કે તેનાથી નિર્જરા થાય તેમ માનવું તે મિથ્યા છે. બંધભાવમાં ટક્યો છે ત્યાં લગી અંગે પણ સાચી નિર્જરા ન થાય. કોઈ કહે છે કે આ તેરમા ગુણસ્થાનની વાત છે, પણ તેમ નથી, આ તો ચોથા ગુણસ્થાનની વાત છે. સાચો અભિપ્રાય થયે અંતરમાં ભ્રમ-ભૂલ ન રહે. અજ્ઞાન ટળવું અને જ્ઞાન થવું તે એક જ સમયે છે. કર્મભાવ શું છે, અને જ્ઞાનસ્વભાવ શું છે તેને યથાર્થ વિધિ સહિત જાણવાની પ્રથમ જરૂર છે. તે જાણે તે જ જૈન છે. એકડામાં એકડો હોય તો આ છે. આ સમજ્યે જ છૂટકો છે, આ કાંઈ બી. એ. , એલ. એલ. બી. ની વાત નથી. જે લોકોત્તર માર્ગની વિધિ જોઈએ તે વિધિ સમજ્યા વિના બહારથી બીજા ઉપાય કરે તો અતીન્દ્રિય ચૈતન્યભગવાનને અંશે પણ ગુણ થાય તેમ નથી. સ્વાધીનપણું કેમ છે, તેને તે વિધિએ જાણો તો ગુણ પ્રગટે. લોકો કહે છે કે અમે સ્વતંત્ર છીએ, અમારા વડીલો ધર્મઘેલા અને રૂઢિવાદી છે, દેવ, ગુરુ, ધર્મને કોણ ઓળખે છે? અમે અમારું ધાર્યું કરી શકીએ છીએ; એમ પરાધિનતાને સ્વાધીનતા માને છે, પણ રાગ-દ્વેષરૂપ કલુષિતતામાં ટકીને બાહ્ય આચરણને સ્વતંત્રતા માનવી તે ઉદ્ધતાઈ છે-સ્વચ્છંદતા છે. સ્વનું તંત્ર તો સાચી શ્રદ્ધાવડે જે સ્વરૂપ જેમ છે તેમ જાણીને, ચૈતન્યસ્વભાવરૂપ શાંતિમાં જ્ઞાનપણે ઠરવું-ટકવું તે છે. જ્યાં લગી નિમિત્તાધીન વૃત્તિ છે, ત્યાં લગી પરમા-પુણ્યાદિ બાહ્ય સાધનમાં સુખબુદ્ધિ છે, તે અનાદિનો બંધભાવ છે. માટે પ્રથમ સમજાવ્યું છે કે અનાદિનો પ્રવાહરૂપ સંસારપર્યાય કેમ છે? અને બતાવ્યું છે કે કર્મભાવ છે તે તારી ઊંધી માન્યતા છે, અને મોક્ષભાવ તે પુણ્ય, પાપ, રાગ, દયા, દાન વગેરે પરભાવથી તદ્ન ભિન્ન, નિજ આત્મસ્વરૂપમાં સ્થિતિ કરવી-જ્ઞાનમાં જ્ઞાતાપણે ટકી રહેવું તે છે. એમ બંધભાવ અને અબંધભાવનું જ્ઞાન કરવું. આ સમજ્યા વિના બીજા કોઈ ઉપાયથી મોક્ષ ન થાય એમ પણ કહ્યું. [ તા. ૧૭-૧૧-૩૯] ૯૮મી ગાથામાં મોક્ષના ઉપાયની ટૂંકામાં વાત કહી છે. તે સમજણમાં જગતના જીવોને ઘણા વાંધા છે. કર્મભાવ તે અજ્ઞાન છે, અને પોતાના જ્ઞાનસ્વભાવમાં વસવું તે મોક્ષભાવ છે. જ્ઞાનથી અજ્ઞાનઅંધકારનો નાશ થાય છે, તે વિષે કાલે કહેવાયું. ૯૮ હવે ક્યા ભાવે બંધ અને ક્યા ભાવે અબંધદશા થાય તે કહે છે : જે જે કારણ બંધનાં, તેવું બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષ-પંથ ભવઅંત. ૯૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #363 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૩૭ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૯૯] ભાવે બંધન થાય અને ક્યા ભાવે બંધન ન થાય તે નિર્ણય કરવો રહ્યો. ગાથા ૯૮ માં એમ કહ્યું કે આત્મા અને કર્મ એ ભિન્ન વસ્તુ છે. કર્મના ભાવથી પુણ્ય થાઓ કે પાપ થાઓ, બેઉ સંસારબંધન છે. ભલે કસાઈનાં ભૂંડાં કાર્ય હોય કે સર્વાર્થસિદ્ધિના દેવ જેવાં પુણ્ય હોય છતાં બેઉ સંસારના બંધન છે. જે ભાવે રખડવું થયું, પરાધીન અવસ્થામાં ભમવું થયું, તે બંધભાવે અબંધ તત્ત્વ કેમ પ્રગટે? શુભાશુભ કર્મના નિમિત્તથી જેટલો ભાવ ફાટે તે કર્મભાવસંસારભાવ છે. રાગરહિત શુદ્ધ આત્મસ્વભાવનું ભાન થતાં તે અજ્ઞાન-અંધકારનો નાશ થઈ જાય છે, અને અખંડ જ્ઞાનભાવમાં ટકવું થાય છે. તે પવિત્ર ધર્મભાવ છે, મોક્ષભાવ છે. હવે કહે છે કે જે ભાવે બંધ થાય તેવું બંધનો પંથ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ઉદયભાવમાં જોડાવાથી બંધ થાય છે, પછી ભલે તે શુભ હોય. દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, ત્યાગીપણું પાળું, બીજા જીવને ન મારું એ આદિ રાગભાવ તે આત્મભાવ નથી, પણ અશુદ્ધભાવ છે. જે પરના લક્ષ, પરપદાર્થોમાં જોડાણ થાય તે બંધભાવ છે. તીર્થકર નામકર્મ જે ભાવે બંધાય, દેવ, ઈન્દ્રાદિ જે જે પુણ્યપદ બંધાય છે તે સર્વ બંધભાવ છે. તે બંધભાવ રાખવાથી કે બંધભાવની રુચિથી અબંધપણે અંશે પણ નહિ પ્રગટે. આત્માની જ્ઞાતાશક્તિનો આનંદ છોડીને પરવસ્તુમાં આત્માએ સુખ માન્યું છે, તેથી જ પોતાનામાં સુખ-શાંતિ કે આનંદ દેખાતા નથી. મન, વાણી, દેહ અને કર્મ, નોકર્મ આશ્રિત થતી ક્રિયા અને તેવો ભાવ તેને પોતાનો માને તે અજ્ઞાની છે. શુભ-અશુભ ભાવ કોણ કરે છે, તેનો નિર્ણય પોતે કરવો પડશે. લોકોને અનેક શાસ્ત્રો શબ્દોથી તો સરખાં લાગે પણ ભાવમાંઅભિપ્રાયમાં મોટો આંતરો હોય છે. અંતરંગમાં ભાવ સમજાય નહિ એટલે બીજા લૌકિક ધર્મની સાથે જૈનધર્મનો સમન્વય કરે છે. શુભરાગને શુદ્ધભાવ માને, અને શુભભાવથી શુદ્ધભાવ ક્રમે ક્રમે પ્રગટે એમ માને, એવા જીવોને સત્ય-અસત્યનો નિર્ણય સાચો થાય નહિ. જે માટી પાણીથી પલળે, તે માટી પેશાબથી પણ પલળે, પણ પેશાબથી બીજ બળી જાય છે. અને પાણીથી બીજ પોષાય છે. શ્રીમદે ગુજરાતીમાં આત્મસિદ્ધિ સહેલી ભાષામાં બનાવી છે, પણ લોકો મનન કરતા નથી અને માને છે કે અમે તે સમજી ગયા છીએ, અને શ્રીમ અમે માનીએ છીએ એમ કહે છે, પણ જ્યાં લગી શુભને સાધન મનાય છે ત્યાં સુધી સાચી દૃષ્ટિ જ નથી. જે ભાવે બંધ થાય તે ભાવે મુક્તિ ન થાય. કોઈ કહે કે પુણ્ય અમારે જોઈતું જ નથી, પણ શરૂઆતમાં તેનાથી સાધન પ્રગટે છે, તે માટે કરીએ છીએ. જેણે પુણ્યને સત્ સાધન માન્યું છે તેણે વિજાતિથી, દુશ્મનથી, ઝેરથી અમૃતની આશા રાખી છે. એમાં ક્યાં ભૂલ થાય છે તે જાણવાનો પ્રયત્ન ન કરે તો ભૂલ ન સમજાય. શરીરને આધારે કે પુણ્યના રજકણના આધારે બંધ-મોક્ષ નથી; શુભ-અશુભ ભાવનું વલણ કરવું, પરભાવને, કર્મભાવને પોતાનો માનવો, તેવા પરિણામથી બંધ છે, અને એ બંધભાવથી વિપરીત અબંધપરિણામે મોક્ષ છે. પ્રથમ ઉદયભાવને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #364 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સમજો. તીર્થંકર-નામકર્મ સમ્યજ્ઞાનની પવિત્ર ભૂમિકા વિના બંધાય નહિ. જે રાગભાવથી તે બંધાઈ જાય છે, તે પણ બંધભાવ છે. જો તેને ઉપાદેય માને, તો તેને જ્ઞાની કેમ કહીએ? દેહાદિની ક્રિયાથી બંધ નથી, દાદિની ક્રિયા તો જડની છે, પણ પોતે જેવા શુભાશુભ ભાવ-બંધભાવ કરે તે બંધનો પંથ છે, અને એ પાધિકભાવ-બંધભાવને છેદવાની દશારૂપ જે આત્માની શુદ્ધ અવસ્થા છે તે જ મુક્તિપંથ છે-ભવનો અંત છે. કૃષ્ણ, નીલ, કાપોત, તેજા, પદ્મ અને શુક્લ એ છ જાતની લશ્યાના અશુભ અને શુભ પરિણામ તે કર્મભાવ છે. તેને જીવ પોતાના માને, તેમાં અટકે તે અજ્ઞાનભાવ છે, તે બંધભાવને ટાળવા પડતા નથી, પણ પોતે સમ્યગ્દર્શનના બળથી પોતાના શુદ્ધભાવમાં સ્થિર રહે, સ્વસમ્મુખ જ્ઞાતાપણે જ્ઞાનમાં ટકી રહે, તો તે બંધભાવ ટળેલા જ છે, નિજ શક્તિના બળ અનુસાર તે ઉત્પન્ન થતા નથી તેનું નામ ત્યાગ છે. સ્વભાવની અતિ તે જ સમયે પરભાવ-બંધભાવની નાસ્તિ છે. શુક્લ લેગ્યા તો અભવી જીવને પણ હોય છે કે જેનો કોઈ દિવસ મોક્ષ થવાનો નથી. તે જીવને પણ મનના ઊજળા પરિણામ થાય છે, એ ભાવ પણ મોહભાવ છે. તે ઊજળા પરિણામને અશુભની અપેક્ષાએ શુભ કહ્યા, તે પણ મંદકષાય છે, તે બંધભાવ છે. બંધના કારણોને મોક્ષનું સાધન માને તે અનંતા જ્ઞાનીનો વિરાધક છે, અનંતા જ્ઞાનથી વિરુદ્ધભાવ છે, ચૈતન્યનો અનાદર છે. આકડાનાં આકોલિયાંના બીજનું પોષણ કરે તો કાંઈ આંબો ન ફળે. જે બંધના પરિણામ છે તે શુભ હો કે અશુભ હો, દયાના, હિંસાના કે ગ્રહણ ત્યાગના-એ બધા બંધભાવ છે. તે બંધકારણોને છેદે તેવી તો એક આત્મજ્ઞાનદશા છે. તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને રાગરહિત જ્ઞાનની સ્થિરતારૂપ ચારિત્ર અંશે પ્રગટ થતાં બંધભાવ અભિપ્રાયથી સર્વથા ટળી જાય છે. તે ભૂમિકામાં અલ્પ રાગથી ઘણું પુણ્ય બંધાઈ જાય છે. તેમાં તીર્થંકરપદ-ચક્રવર્તીપદ તો સહેજે બંધાઈ જાય છે. દૃષ્ટિમાં તે જડભાવનો પૂરેપૂરો, નિષેધ છે, તે જ સાચી દૃષ્ટિ છે. ૯૮ મી ગાથામાં મોક્ષ અધિકારની ભૂમિકા બાંધી છે. ગાથા ૯૯ માં કહ્યું કે જે ભાવે આત્માની શ્રદ્ધા તે ભાવે બંધ નહિ, અને જે ભાવે ઊંધી શ્રદ્ધા તે ભાવે સદાય બંધ છે. ૯૯ હવે વિશેષ ખુલાસો કરે છે : રાગદ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧OO રાગ-દ્વેષ શુભાશુભ ભાવમાં મારાપણાની એકત્વબુદ્ધિ એ કર્મની મુખ્ય ગાંઠ છે; અજ્ઞાન ટળે ગૌણમાં અલ્પ રાગ-દ્વેષ રહે છે, તે અનંત સંસારનું કારણ નથી. એટલે તેમાં દર્શનમોહરૂપ ઊંધી શ્રદ્ધા, ઊંધું જ્ઞાન અને મિથ્યાચારિત્ર નથી. ૪-૫-૬ ગુણસ્થાને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #365 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૧] [૩૩૯ અંશે જે કાંઈ રાગાદિ છે તે અચારિત્ર છે પણ મિથ્યાચારિત્ર નથી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન થયા પછી મિથ્યા અભિપ્રાય નથી. દષ્ટિ અબંધ થઈ કે હું શુદ્ધ જ્ઞાતા-દેષ્ટા છું, એવી પવિત્ર નિર્દોષ સ્વભાવના ભાનની ભૂમિકા છે; તેમાં પુરુષાર્થની નબળાઈથી શુભ-અશુભ વૃત્તિ થઈ જાય છે, તે ભેદ અવસ્થામાં રોકાવાનું વલણ નથી, રુચિ નથી. પોતાના સ્વભાવમાં ટકીને જે શુભાશુભ વૃત્તિ આવે છે, તેનું જ્ઞાનમાં જાણવું થાય છે પણ તેમાં એકતાબુદ્ધિથી ભળવું થતું નથી. જે મોહી જીવ શુભાશુભ ભાવની જ્ઞાનમાં ગાંઠ બાંધે છે કે એ કરવા જેવા છે, મારા છે, એ ઠીક છે, એ શુભભાવ (પુણ્યભાવ) થી મને લાભ થશે એમ પરભાવને (કર્મભાવને) સાધન માને છે તે મિથ્યાષ્ટિ છે, એટલે સ્વગુણનો ઘાત કરનાર છે. એ વિભાવદશાની એટલે કે તે અજ્ઞાનની નિવૃત્તિ સમ્યજ્ઞાનથી થાય છે. ક્યા કારણથી નિવૃત્તિ થાય તે વિચારો. બાહ્ય ક્રિયાથી થાય, વિકારીભાવથી થાય, કે આત્મસ્વભાવના ભાનની પવિત્ર દશાથી થાય તે પ્રથમ સમજવું પડશે. શુભરાગ ઔદયિકભાવ છે તે ઔદયિકભાવને નિર્જરા કહેવાય નહિ. આત્મજ્ઞાનની દશામાં આત્મબળ અનુસાર અંશે અંશે રાગરહિત સ્થિરતા થવી તે સમ્યક્ ક્ષયોપશમભાવ છે. અબંધદષ્ટિથી દર્શનમોહકર્મનો બંધ થતો નથી, પણ બાહ્ય અને આત્યંતર નિવૃત્તિ થાય છે. આમાં બાહ્યનું કંઈ કરું તો થાય તેમ ન આવ્યું, કારણ કે જ્ઞાન સિવાય બાહ્યનું કોઈ કર્તવ્ય ચેતન કરી શકતો જ નથી. સાધ્ય અને સાધન (અથવા મોક્ષસ્વભાવ અને તે પામવાનો ઉપાય) એક જ્ઞાનમાત્ર આત્મામાં જ છે. ૧૦૦ હવે ધ્યેય કેવું હોય તે બતાવે છે : આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧ સ=અવિનાશી, પુણ્ય-પાપના સંકલ્પ-વિકલ્પથી અને દેવાદિ ક્ષણિક સંયોગથી રહિત નિત્ય અસંગ ચૈતન્યતત્ત્વ તે જીવ છે. જે શુભાશુભ ભાવ ટળે છે તે રાગાદિનો ટળવારૂપ સ્વભાવ છે, તે કાંઈ અવિનાશીનો સ્વભાવ નથી, કર્મભાવ વિજાતીય ભાવ છે. “સર્વ ભાવાત્તરચ્છિ” સર્વ ભાવને જાણે, ગમે તેવા પુણ્ય-પાપનો ઉદય અને સંયોગ દેખાય તેને જાણે, પણ તેનો કોઈ અંશ પોતામાં ન ભેળવે એવો જીવનો સ્વભાવ છે. રાગાદિથી જુદો ત્યારે રહી શકે કે જ્યારે પોતે પોતાનું જે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તે પૂર્ણતાને લક્ષે શરૂઆત કરે. આત્મામાં જ આત્માની પૂર્ણ શુદ્ધતા છે; તેના લક્ષ વિના પૂર્ણતાને પહોંચી વળવાનો પુરુષાર્થ કેમ જાગે? માટે શ્રીમદે કહ્યું છે કે આત્મા સત્ છે, ચૈતન્યમય છે; સર્વ પદ્રવ્યથી નાસ્તિરૂપ અને સ્વચતુષ્ટયથી અતિરૂપ સ્વાધીન છે. સર્વભાવને સહજપણે જાણવારૂપ જ્ઞાતાદ્રષ્ટા છે. સર્વ વિભાવ અને દેહાદિ સંયોગથી રહિત, એવો કેવળ એટલે શુદ્ધ આત્મા, તેની યથાર્થ શ્રદ્ધા, તેનું જ્ઞાન અને આચરણ વડે તે દશાને પમાય છે. પરથી જુદાપણાનું જ્ઞાન અને રાગરહિત જ્ઞાનમાં ટકી રહેવામાં પ્રવર્તવું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #366 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તે મોક્ષમાર્ગ છે. આત્મા પૂર્ણ શુદ્ધ કૃતકૃત્ય સિદ્ધ સમાન છે, અવિનાશી ચૈતન્યમય એટલે પૂર્ણ જ્ઞાનઘનસ્વભાવે તેનું દરેક સમયે હોવાપણું છે. સ્વાધીન પૂર્ણ જ્ઞાતાદેષ્ટાસ્વભાવનો સ્વીકાર કરવો કે આમ જ છે એવી પૂર્ણ શુદ્ધની દૃષ્ટિ થયે જ પૂર્ણને પહોંચી વળવાનો પુરુષાર્થ ઊપડે છે. સ્વાધીન અસંયોગી પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા તે નિશ્ચય અથવા સાધ્ય, અને તેમાં ટકી રહેવારૂપ સ્થિરતા, પુરુષાર્થ તે સાધન અથવા વ્યવહાર છે. એમ નિશ્ચય અને વ્યવહારરૂપ અનેકાન્ત આત્મામાં જ છે. સર્વ વિભાવ અને દેહાદિ સંયોગના આભાસથી રહિત એટલે સર્વ પરસંયોગ અને પરભાવથી રહિત, પરથી નાસ્તિરૂપ અને કેવળ એટલે શુદ્ધ આત્મા, તેને ઓળખીને તેમાં જ પ્રર્વર્તવું તે મોક્ષમાર્ગ છે. પ્રશ્ન :- સાત્ત્વિક વૃત્તિ તો ઠીકને ઉત્તર :- આત્માનાં સમ્યકશ્રદ્ધા, જ્ઞાન અને સ્થિરતા વિના જે કંઈ સાત્ત્વિક ભાવશુભરાગ હોય તે કર્મભાવ છે, ઉપાધિ છે, બંધભાવ છે, અને તેને ચેતનનો માનવો તે સ્વયં મહા અપરાધ છે. તે ઉપાધિ તો ગૂમડાં છે. જેમ લોહીનું પરુ થાય છે તેમ ચેતનનો મલિન-વિકારીભાવ તે ગૂમડાં છે. તેને ઠીક માનવાં તે અજ્ઞાનભાવ છે. અનંત જ્ઞાનીનો એક જ મત છે કે પૂર્ણતાને લક્ષે શરૂઆત કર. આત્મા જેવો, જેવડો છે તેની બેહુદતાને જાણ્યા વિના, પુણ્યાદિ ભાવની હૃદ બાંધીને પુરુષાર્થ ઉપાડે તો અશુદ્ધતા થશે. પરમાણુ-પુદ્ગલમાં જ્ઞાનનો અંશમાત્ર નથી, અને જડપણું પૂર્ણ છે. ચેતનમાં જ્ઞાનનો અંશ કોઈ કાળે ઓછો નથી, પૂર્ણ જ્ઞાનઘન છે, તેથી પરનો ઉપાધિભાવ તેમાં પ્રવેશ પામતો નથી. શ્રીમદ્ ભગવાન કુંદકુંદાચાર્ય મહારાજ આત્મસ્વરૂપની પૂનમાં છઠે-સાતમે ગુણસ્થાને નિગ્રંથદશામાં ઝૂલતા હતા, તે વખતે અધ્યાત્મરૂપી રસમાં કલમ બોળીને, પરમાર્થ વચનોરૂપ સમયસારની છઠ્ઠી ગાથામાં નીચે મુજબ લખે છે કે : णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दु जो भावो । एवं भणंति सुद्धं णाओ जो सो उ सो चेव ।।३।। જે જ્ઞાયકભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી–એ રીતે જ્ઞાયક દ્રવ્યસ્વભાવે જ્ઞાયક જ છે; તે જ જ્ઞાયક હું શુદ્ધ છું. પ્રમત્ત એટલે સ્વરૂપનો અનુત્સાહ અને અપ્રમત્ત એટલે સ્વરૂપનો ઉત્સાહ, એ બન્નેમાં પરનિમિત્તની અપેક્ષા આવે છે. પ્રમત્તમાં કર્મના સદ્ભાવરૂપ તથા અપ્રમત્તમાં કર્મના અભાવરૂપ, એમ બન્નેમાં પરનિમિત્તની અપેક્ષા આવે છે. જ્ઞાયકભાવ અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી, માટે પરાશ્રિત એટલે પર ઔપાધિકભાવ તેમાં પ્રવેશ પામતો નથી. વ્યવહારવિધિના એ ભંગ મારા અખંડ જ્ઞાનસ્વરૂપમાં નથી; આ માન્યતાનું નામ દ્રવ્યદૃષ્ટિ, સમ્યગ્દષ્ટિ કે તત્ત્વ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #367 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૧] | [ ૩૪૧ સ્વભાવની સાચી દષ્ટિ કહો. અનંત જ્ઞાનીએ પ્રમાણ કરેલ દષ્ટિથી શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે કે, આત્મસ્વરૂપની શ્રદ્ધા, સમજણ એ જ પ્રથમ પગથિયું છે. “આત્મ સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામીએ.” એમ ત્રણે કાળ જ્ઞાનસ્વભાવ સ્વયં શુદ્ધ છે; એમાં પરમાણુ માત્રનો ભેળસેળ, મેલ કે રાગાદિની અસર નથી; ત્રિકાળ એકરૂપ જ્ઞાયક છે આત્માની આમ સ્વાભાવિક-સાચી દષ્ટિ થયા વિના સાચી શ્રદ્ધા ન થાય. સર્વ પરભાવથી જુદો જ્ઞાન માત્ર જીવ છે, એવું પ્રથમ લક્ષ બાંધ્યું તે પૂર્ણતાને લક્ષે શરૂઆત છે. શ્રીમદે કહેલા ચૌદ નયના બોલમાં પ્રથમ વાક્ય છે કે “એવંભૂત દૃષ્ટિથી ઋજુસૂત્ર સ્થિતિ કર.” પૂર્ણની નિઃશંક પ્રતીતિ વડે વર્તમાનમાં જ અનંતાનુબંધી કષાય તોડીને સ્વભાવમાં સ્થિર થા, એટલે કે મારામાં અપૂર્ણતા કે મલિનતા ત્રણ કાળમાં નથી, એમ પૂર્ણતાનું લક્ષ-સાધ્ય કરી વર્તમાનમાં અંશે સ્વરૂપસ્થિત થાય તે સાધક છે, એક તત્ત્વને બંધન માની બેપણું માનવું તે સાચી દૃષ્ટિ નથી. ક્ષયોપથમિક ભાવ તે ઉઘાડ છે, તેનાથી સમ્યગ્દર્શન ન થાય. પૂર્ણતાને લક્ષ દર્શનમોહનીયનો ક્ષયોપશમ કરે તો સમ્યગ્દષ્ટિ થવાય છે. કોઈ સંપ્રદાયમાં માને છે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં દ્રવ્યનિક્ષેપે અમે ચારિત્રને અને શ્રદ્ધાને ક્ષયોપશમભાવે માનીએ છીએ, પણ તે વાત ખોટી છે. મિથ્યાત્વમાં જ્ઞાનનો ઉઘાડ હોય તો ભલે, પણ તે મિથ્યાજ્ઞાનનો ઉઘાડ છે; એવો ઉઘાડ તો અભવીને પણ થાય છે. જેને યથાર્થ સ્વાનુભવથી શ્રદ્ધાળુણ પ્રગટયો તેને પરમાર્થકારણ કહ્યું છે. પૂર્ણ કારણશક્તિમાંથી સમ્યકત્વ પ્રગટયું તે જ પૂર્ણ કાર્ય પ્રગટયું તેમ ઉપચારથી કહી શકાય છે. જેને અપ્રતિહતભાવે સાધકસ્વભાવ પૂર્ણતાનો પુરુષાર્થ લઈને ઊપડ્યો તો એકાદ ભવે મોક્ષના પોતાના અંતરંગમાં ઉદ્ગારરૂપ સંદેશા લાવે છે, મોળી વાત ન લાવે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય મહારાજે પણ સમયસારમાં એક જ ભવે કેવળ પામે એવા અપ્રતિહત ભાવનો મહિમા દેખાડી, બળવાન પુરુષાર્થની-અવિચ્છિન્ન ધારાની વાત કરી છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ એ જાતનો આશય કહી ગયા છે, તેને જે સમજે તેને ઉપકાર થાય. અપ્રતિકતભાવ એટલે પાછો ન પડે તેવો જ્ઞાનબળનો પુરુષાર્થ, જે ક્ષાયિકભાવ જેવો કહેવાય છે. તીર્થકર નામકર્મ જે જીવને બંધાયું છે તેને પણ કોઈ વખત ક્ષયોપશમ સમકિત હોય છે; પછી સ્વયં ક્ષાયિક સમકિત થાય છે. વળી કોઈ જીવને અપ્રતિતભાવ હોય છે, પણ તે તીર્થકર, કેવળી કે શ્રુતકેવળીની સમીપે ક્ષાયિક સમકિત પામે છે. આત્મા પૂર્ણ શુદ્ધ આવો આવડો જ છે, એમાં પુણ્ય-પાપ આદિ પરભાવનો અંશ પણ નથી, એમ પૂર્ણ જ્ઞાયકભાવની શ્રદ્ધા થયે પૂર્ણતાને જીવ પામે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યજ્ઞાનમાં ટકી રહેવાનું સ્વરૂપાચરણ (ચારિત્ર) રૂપ મોક્ષનું સાધન તે આત્મા જ છે. પૂર્ણતાને પહોંચી વળવાનું બળ આત્મામાં જ છે, તેમ જ આત્મા વડે, આત્મા માટે, આત્માથી, વગેરે છ કારક (સાધન) જ્ઞાનમાં જ છે. “જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત” એમ કહ્યું. પૂર્ણની શ્રદ્ધા, જ્ઞાન અને પૂર્ણનો પ્રયત્ન, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #368 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પૂર્ણની રુચિ, પૂર્ણનું જ્ઞાન અને પૂર્ણનું વલણ એટલે કે જ્ઞાતાપણામાં ટકી રહેવું તે જ મોક્ષનું સાધન છે. બહારથી કોઈ કંઈક બીજાં કરવાનું કહે તો તેનાથી (બંધભાવથી) મુક્તદશા નથી. સાધ્ય અને સાધક બેઉ વાત આ ગાથામાં લીધી છે. હું જ્ઞાયક પૂર્ણ શુદ્ધ છું, સર્વાભાસ રહિત છુંએ યથાર્થ લક્ષ થયે, પૂર્ણને પહોંચી વળવાનો પુરુષાર્થ ઊપડે છે. જે ભાવે પોતાની પૂર્ણ સ્વાધીનતાનો સ્વીકાર કર્યો, પોતાનો બેહદ-અપરિમિત સ્વભાવ જાણ્યો તે ભાવ અનંત કર્મનો નાશ કરનાર છે. ૧૦૧ હવે મોહનીય કર્મ મુખ્ય છે એમ જણાવે છે : કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય હણાય; તે કહું પાઠ. ૧૦૨ ચૈતન્યતત્ત્વનું સામર્થ્ય તો જુઓ કે તે એક જ સમયમાં વિભાવપર્યાયને હણે છે. જેમ કોઈ એક મિયાણાને એટલે બળવાન દૂર ચોરને પકડવા ઘણા પોલીસોની નજર પડે છે, તેમ એક ગુણના એક પર્યાયને રોકવા અનંત પરમાણુને ભેગું થવું પડે છે, એવું ચૈતન્યનું સામર્થ્ય છે,” તેમ છતાં પણ જીવના દરેક ગુણની શક્તિ ત્રિકાળ નિર્મળ રહે છે; માત્ર વર્તમાન પ્રગટ અવસ્થામાં જ ભૂલ છે. અનંતા કર્મદળને (વિભાવને) ટાળવાનું બળ એક સમયની અવસ્થામાં છે. તે ભૂલને (અવસ્થાને ) એક સમયમાં પલટાવીને ભૂલનો નાશ કરી શકે એવું પૂર્ણ બળ પ્રભુ ચૈતન્યમાં છે. કર્મ અનંત પ્રકારનાં છે, તેને કહેવા બેસે તો પાર આવે નહિ, પણ તેના મુખ્ય જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકાર થાય છે, તેમાં મુખ્ય તો મોહનીયકર્મ છે. તે મોહનીયકર્મ જે ભાવે હણાય તેનો પાઠ હવે કહેશે. [ તા. ૧૮-૧૧-૩૯] ૧૦૧ મી ગાથામાં કહ્યું કે વિકાર-વિભાવ વિનાનો શુદ્ધ અસંગ આત્મા છે એવી શ્રદ્ધા વિના તેનું સાધન પ્રગટે નહિ. જે કર્મકલંકની મલિનતા છે તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન-ઉપાય પોતાથી થાય, માટે પ્રથમ અવિરોધ તત્ત્વનો સ્વીકાર થવો જોઈએ. “ જેથી કેવળ પામીએ” અર્થાત્ શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા વડે જ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. ૧૦૨ મી ગાથામાં અનંત પ્રકારનાં કર્મ છે, તેના મુખ્ય આઠ પ્રકાર છે અને તેમાં પણ મુખ્ય મોહનીયકર્મ છે, તે કેમ હણાય તે હુવે કહેશે. લોકોને અંતરંગ વિષયની વાત સમજવાની બહુ કઠણ અને ઝીણી પડે છે, કારણ કે તેમાં રુચિ નથી. સંસારના ઘણા ડાહ્યાઓ પણ આત્માની વાત આવે તેમાં મૂંઝાઈને ત્યાં ઊંધું ખતવે છે. આઠ કર્મમાંથી એકેક કર્મના અનંત પ્રકાર છે, તેની રચના શું છે, અને આત્માનું શુદ્ધપણું શું છે તેનો તેને વિચાર પણ આવતો નથી. આઠ કર્મનાં લક્ષણનું યુક્તિસર વર્ણન જાણવું હોય તેણે તત્ત્વાર્થસૂત્ર, ગોમટસાર વગેરે શાસ્ત્રોથી જાણી લેવું. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #369 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૨] [૩૪૩ - આત્માના અનંત ગુણ છે, તેમાં આઠ ગુણ ને તેની પર્યાયમાં જેટલી અશુદ્ધ ઉપાદાનરૂપ યોગ્યતા છે તેટલું નિમિત્તકર્મનું આવરણ છે; બાકીના બધા ગુણની પર્યાય નિરાવરણ શુદ્ધ જ છે. અસ્તિત્વ, વસ્તુવ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ વગેરે ગુણોને આવરણ થતું નથી. અસ્તિત્વ નામનો સદ્ ગુણ (સત્ એટલે નિત્ય હોવાપણું) તેના કારણે વસ્તુનો કદી પણ નાશ થાય નહિ. જો સત્ (સત્તા =અસ્તિત્વ) ગુણનો અભાવ થાય તો જીવદ્રવ્યનો અભાવ થાય. નિગોદ-બટાટા, સકરકંદ વગેરે એકેન્દ્રિય યોનિમાં જીવ જઈ પડે છતાં, ત્યાં પણ તેના અમુક ગુણ સિવાય બધા ગુણ પ્રગટ દશામાં પણ શુદ્ધ છે. દર્શનગુણ, જ્ઞાનગુણ અને વીર્યગુણ ઉપર ગમે તેટલું આવરણ આવે છતાં, અનંતમાં ભાગે તે ગુણો ઉઘાડા રહે છે. અહીં મોહનીય કર્મની વાત કરી છે કે તેમાં જોડાણ કરનારો જીવ સ્વસ્વરૂપમાં અસાવધાન થાય છે. આત્માના આઠે ગુણને વિધ્ર કરનાર નિમિત્ત મોહનીય કર્મ છે, તે કર્મમાં જોડાય તો જીવને ભ્રમણા થાય છે, જીવ ભૂલ કરે છે. એમ ભૂલ કરવાનું ચાલુ રાખે છે તેથી સંસારમાં રખડવું થાય છે. જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય તો જ આત્મજ્ઞાન થાય, અને ઓછું જ્ઞાન હોય તો ન થાય એમ નથી. જ્ઞાનાવરણીય કર્મ કંઈ જ્ઞાનને વિપરીત કરતું નથી. જ્ઞાનનો ઉઘાડ હીન-અધિક હોય તે ગુણદોષનું કારણ નથી. જ્ઞાનાવરણીયનો ઉઘાડ તે નિર્જરાનું કે મોક્ષનું કારણ નથી, પણ દર્શનમોહનીયકર્મનો ઉપશમ કે ક્ષયોપશમ પુરુષાર્થવડે કર્યો ગુણ પ્રગટે છે. તેથી મિથ્યાજ્ઞાન પલટી સુજ્ઞાન થાય છે અને મોક્ષસ્વભાવ પ્રગટ થાય છે. આત્માનુભવ વિના જ્ઞાનાવરણીય કર્મનો ઘણો ઉઘાડ હોય અને હજારોશાસ્ત્ર કંઠસ્થ હોય, છતાં તે સંબંધી આત્માને ગુણ નથી, તેમ તેના આવરણથી આત્માનો દોષ નથી. આત્મગુણનો ઘાતક-અશાંતિ ઉત્પન્ન કરવામાં નિમિત્ત મોહકર્મ છે. શુભાશુભ રાગમાં રોકાવું એ જ બંધનો પંથ છે. આત્માનાં યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનની સ્થિરતાનો પુરુષાર્થ કરવાથી તે મોહકર્મનો અભાવ થાય છે, અને મોક્ષમાર્ગ પ્રગટે છે. મોહકર્મને પુરુષાર્થ વડે જીવ ટાળે તે ઉપચાર કથન છે. મોહકર્મ તે હું નથી એમ સ્વ-પર ધર્મને જાણીને, સાચા અભિપ્રાય વડે જ્ઞાનમાત્ર સ્વભાવમાં જીવ ટકે ત્યારે દર્શનમોહકર્મનું ટળવું થાય છે. શરીર એ હું, રાગ, દયા, પુણ્યાદિ પરિણામ તે હું છું, એ મારાં છે, એ આદિ અનેક પ્રકારે પરમાં આત્મબુદ્ધિ થવી તે જ્ઞાનાવરણીય કર્મના કારણે નથી, પણ દર્શનમોહનીય કર્મના સ્વીકારના કારણે છે. તે સંબંધમાં થતી પોતાની ભૂલમાં (રાગાદિપણે ) ટકવું તે મિથ્યા ચારિત્ર છે. આ આત્યંતર દોષની વાત છે. સ્વરૂપની પ્રતીતિ અને સ્વરૂપની સ્થિરતા મોહનો અભાવ કરવાથી આત્મામાં થાય છે. કોઈ હજારો શાસ્ત્ર ભણ્યો તેથી માને કે મને આત્માનું જ્ઞાન થયું તો તે વાત જpઠી છે. | વિપરીત અભિપ્રાય રહિત અસંયોગી શુદ્ધ આત્માની યથાર્થ સત્ય-પ્રતીતિ તેનું નામ સમ્યગ્દર્શન છે. તે ગુણ પ્રગટ કરતાં દર્શનમોહ અને અનંતાનુબંધી કષાય ટળી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #370 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જાય છે. હું આનંદમૂર્તિ છું, કેવળ જ્ઞાતા-દ્રષ્ટા, સિદ્ધ સમાન છું, એ સસ્વભાવનો અનુભવ કરીને, પૂર્ણતાની પ્રતીત કરી, અને શુભ-અશુભ કષાયભાવથી જુદો રહ્યો, એ પ્રતીતિ જ મોહનો અભાવ કરીને પ્રગટ થઈ છે. પણ જ્ઞાનના ઉઘાડથી લાખો શાસ્ત્ર કદાચ ભણી જાય, છતાં તેને અતીન્દ્રિય સ્વાનુભવની પવિત્ર દશા એટલે કે નિર્દોષ દષ્ટિ ન થાય, અને તેમ ન થાય ત્યાં સુધી તેનું બીજાં બધું સ્વયં અપરાધરૂપ છે. કોઈને બહારની ક્રિયાનો યોગ ઘણો હોય, બળવીર્યનો ઉઘાડ ઘણો હોય, નિર્ભય દેખાતો હોય, ભાલાથી વીંધી નાખે છતાં ભય ન કરે, તોપણ તે શરીરાદિનું બળ, કાંઈ સાચી શ્રદ્ધા-સમ્યગ્દર્શનનું કારણ નથી. કોઈ ઘણા કષ્ટથી તપ કરે, ઘણા પરિષહ સહન કરે તેનાથી પણ સમ્યગ્દર્શન-આત્મજ્ઞાન પ્રગટ ન થાય, પણ જે શ્રદ્ધાળુણ છે તેને જેમ છે તેમ ઓળખીને હું જ્ઞાનાનંદ પૂર્ણ શુદ્ધ સ્વાધીન છું, એમાં જ મારી શાંતિ અને મારો આનંદ ભર્યો છે. એ જાતનું વેદન એ સમ્યક શ્રદ્ધાળુણ વડે પ્રગટે છે. મોહ ટાળવાથી સાચું સુખ-આત્મજ્ઞાનદશા પ્રગટે છે. બહારની ઘણી સગવડતા હોય, શાતા વેદનીયનો ઉદય હોય તો ધર્મ થાય તેમ પણ નથી. આયુષ્ય લાંબુ હોય તો ધર્મ થાય એમ નથી. શરીરમાં રોગ ન હોય તો ધર્મ થાય અને શરીરમાં શક્તિ ઘણી હોય, તો જ આત્મજ્ઞાન કે ધર્મસાધન થઈ શકે તેમ પણ નથી. ધર્માત્મા નિર્ધન, રોગી ન જ હોય તેમ પણ નથી. અહીં તો કહેવું છે કે, મોક્ષનો ઉપાય કોઈ બહારની સાથે અટકવારૂપ સંબંધ રાખતો નથી. સાચી પ્રતીતિમાં વિરોધરૂપ નિમિત્ત માત્ર દર્શનમોહકર્મ છે. પણ ખરો ભાવમોહ તો પોતાના સ્વરૂપની અસાવધાની છે. કોઈ કહે કે મોહનીયકર્મ માર્ગ આપે તો ધર્મ થાય પણ તેમ નથી, કારણ કે ધર્મ તો આત્મગુણની અંતરંગ પવિત્રતાનો પુરુષાર્થ કરવાથી ઉઘડે છે. વળી નામકર્મની પ્રકૃતિ, સુંદર ભાષા, યશ-કીર્તિ વગેરે શુભ કર્મનો યોગ હોય તો જ મોક્ષસાધન પ્રગટે તેમ પણ નથી. અશુભ નામકર્મનો યોગ હોય, નીચ ગોત્ર હોય તોપણ આત્મજ્ઞાન થઈ શકે છે. જડકર્મ જીવની પવિત્ર દશા પ્રગટ ન થવા દે તેમ નથી. આઠ કર્મમાંથી માત્ર એક મોહકર્મ જ જીવને ભૂલ કરવામાં નિમિત્ત છે. એ મોહભાવ જે બંધનો પંથ છે તેને હુણ્ય જ મોક્ષનો ઉપાય થાય. અકષાયભાવે અને સાચી પ્રતીતિથી મોક્ષભાવ-અબંધદષ્ટિ પોતાવડે જ થાય છે, માટે તે ઔપાધિકભાવ અને ઉપાધિનું નિમિત્ત કેમ હણાય, તેની વિધિ હવે પછીની ગાથામાં આવશે. તાડવૃક્ષ ઘણું મોટું છે, છતાં તેની એક ઘોરી નસમાં અમુક સ્થાને એક સોય નાખો તો તે આખું તાડવૃક્ષ સુકાઈ જાય છે, કારણ કે જે સ્થાનમાં છેદ પાડીને સોયે પ્રવેશ કર્યો છે, તે છેદથી તે વૃક્ષને પોષણ મળવાનો માર્ગ અટકી ગયો, તેમ આ સંસારવૃક્ષ અનાદિ સંતતિરૂપ છે, તેમાં મોહકર્મને બરાબર ઓળખીને, તે ઉપર જો સાચી શ્રદ્ધાના પુરુષાર્થની સોય નાખે તો મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને રાગ-દ્વેષરૂપ મિથ્યાચારિત્રનો સંસારમાર્ગ રૂંધાઈ જાય છે. વૃક્ષને મૂળથી ઉખેડીએ તો તેનાં પાંદડાં ડાળીઓ ક્યાં સુધી નવપલ્લવિત લીલાં રહે? અલ્પકાળમાં સુકાઈ જાય છે. મોટું લાકડું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #371 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૪૫ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૩] છે તેને તોડવું હોય તો તેની સાંધ જોઈને, છીણી ઉપર ઘણ મારે તો લાકડું ફાટીને સાંઘથી જુદું પડે છે. તેમ જડ-ચેતનની સૂક્ષ્મ સંધિ સમજવી જોઈએ. ચૈતન્યમૂર્તિમાં સાંધ નથી, પણ આ પરપ્રકૃતિ મોહકર્મ સાથે જોડાણ વર્તમાન અવસ્થામાં દેખાય છે તે હું નહિ, એમ જ્ઞાનભાવે જાણ્યું અને સાચી શ્રદ્ધાપૂર્વક ભેદજ્ઞાનની છીણી વડ, અંતરની સ્થિરતાના પુરુષાર્થરૂપ મોઘરીનો માર પડ્યો કે એ મોહકર્મની સંધિ, કર્મની ગાંઠ છૂટી જાય છે અને પવિત્ર જ્ઞાનદશા-સ્વરૂપાચરણ શક્તિ પ્રગટ થાય છે. ૧૦૨ હવે મિથ્યાદર્શન અને મિથ્યાચારિત્ર હણવાનો અચૂક ઉપાય કહે છે: કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ મોહનીય કર્મના બે ભેદ છેઃ (૧) દર્શનમોહનીય, (૨) ચારિત્રમોહનીય. દર્શનમોહનીયમાં જોડાવાથી જીવને મિથ્યાત્વભાવ થાય છે. મિથ્યાત્વ એટલે પરમાર્થને વિષે અપરમાર્થબુદ્ધિ અને અપરમાર્થને વિષે પરમાર્થબુદ્ધિ, તેનું બીજું નામ સ્વ-સ્વરૂપમાં ભૂલ છે. અભિપ્રાયની ભૂલ તે જ પરમાર્થને વિષે મિથ્થાબુદ્ધિ છે. આત્માને પરાધીનતાનો ભાવ હોય ત્યાં સુધી પરવસ્તુમાં હિતબુદ્ધિ કે પુણ્યાદિ કોઈ પણ પરવસ્તુમાં પ્રેમ રહે છે અને નિમિત્તાધીન વૃત્તિ છૂટતી નથી. તેથી શ્રીમદે પહેલી જ ગાથામાં કહ્યું છે કે “જે સ્વરૂપ સમજ્યા વિના,” સ્વરૂપ સમજ્યો નહિ તેથી પરને પોતાનું માન્યું. શુભરાગ કર્મભાવને ધર્મ માને, ઠીક માને તે લૌકિક માર્ગ છે, રાગથી ધર્મ માનવારૂપ ભ્રાંતિવડે, જ્ઞાતાપણું ભૂલીને પરદ્રવ્યનો કર્તા અને સ્વામી જીવ થાય છે, અને તેને સાધન માને છે; બાહ્ય સાધનથી એટલે કે બંધભાવથી આત્માનો મોક્ષમાર્ગ માન્યો, તે જ દર્શનમોહરૂપ ભ્રમણા છે. કોઈ બહારની દયા આદિ રાગભાવને પરમાર્થ માને, ઠીક માને તો તે અજ્ઞાનભાવ છે. પરદયા તે મોહભાવના પરિણામ-મંદકષાય છે. તે શુભભાવને પોતાનો ગુણ માનવો અને એ પુણ્યપરિણામની ખતવણી પરમાર્થધર્મમાં કરવી, તે અપરમાર્થને પરમાર્થ માન્યો છે, તે પાપાનુંબંધી પુણ્ય છે. તેના ફળમાં હિંસાનો યોગ મળશે; તે સંસારમાં રખડવાનો ઉપાય છે. પુણ્ય તો જ્ઞાનીને પણ થઈ જાય, પણ તેને પરમાર્થરૂપ ધર્મ તે માનતો નથી. પોતાના અંતરંગ અભિપ્રાયમાં તેની ખતવણી કેમ છે તેનો નિર્ણય કોણ કરે? જ્યાં લગી અંતરંગ પરિણામનું ભાન નથી, ત્યાં લગી સ્વરૂપની ભ્રમણા છે, તેથી કહ્યું કે, “સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત' કારણ કે દર્શનમોહરૂપ ઊંધો અભિપ્રાય છે અને મિથ્થાબોધ છે તે સમ્યગ્દર્શનને અને સાચા બોધને હણે છે. એ બંધપંથને ટાળવાને શુદ્ધાત્માનુભવરૂપ સમ્યગ્બોધ તે મિથ્થાબોધને હણે છે, અને સાચી વીતરાગતા ચારિત્રમોહને હણે છે. એ બેમાં જ મોક્ષમાર્ગનું રહસ્ય આવે છે. દર્શનમોહ એટલે પરમાર્થમાં અપરમાર્થબુદ્ધિ છે. એ બુદ્ધિ સાચી શ્રદ્ધા તથા સાચા બોધને હણે છે. સમ્યજ્ઞાન એટલે કે જેવો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #372 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મપદાર્થ છે તેવો તેને જાણવો, અને તેને તેવો માનવો તે સમ્યગ્દર્શન છે, અને તેમાં રાગરહિત જ્ઞાતાપણે ટકવું-ઠરવું તે સખ્યારિત્ર છે. તે જ મોક્ષમાર્ગ છે. તે જ સંસારથી મુક્ત થવાનો ઉપાય છે. આ અચૂક ઉપાય છે. જે મિથ્યા માન્યતાએ પોતાને હણ્યો હતો, તે જ મિથ્યા અભિપ્રાયને સખ્ય અભિપ્રાય વડે હણ્યો. મિથ્યા પ્રવર્તનરૂપ ચારિત્રમોહના રાગાદિક પરિણામ છે તે અસ્થિરતા છે, તેના પ્રતિપક્ષી વીતરાગભાવની સ્થિરતાના શુદ્ધ પરિણામ છે તે વડે ચારિત્રમોહનો ક્ષય થાય છે. જ્ઞાનસ્વભાવની એટલે કે વીતરાગતાની જ્ઞાતાદ્રષ્ટા-સાક્ષીસ્વભાવની રમણતા તે ઉપાય છે. આ મોક્ષના ઉપાયની રીત છે; આ ભાવે જ અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટે છે. આ અચૂક ઉપાય છે. આમાં ત્રણે કાળ બીજો મત કે પંથ નથી. આમાં અમૂક વેશ, સંપ્રદાય કે ક્રિયા કરવાનું ન આવ્યું, પણ સમજવાનું અને સમજણની સ્થિરતા એ બે ઉપાય કહ્યા. બહારનું કંઈ કરવું એમ ન આવ્યું. આત્મા આમ જ છે એવી સાચા અનુભવ સહિત પ્રતીતિ તે દર્શનમોહને ટાળે છે. અને રાગ-દ્વેષ, રતિ, અરતિ, ભય, શોક, ક્રોધ, માન, માયા, લોભ વગેરે અસ્થિરતાને એટલે ચારિત્રમોહને ટાળનાર વીતરાગભાવની સ્થિરતા છે. તે સ્થિરતાને (સ્વાભાવિક દશાને) રોધક ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુગંછા છે તે રાગ-દ્વેષરૂપ અસ્થિરતાનું નિમિત્ત ચારિત્રમોહનીયકર્મ છે. તેના ઉદયમાં જોડાવાથી ભાવકર્મ-ચિવિકાર જીવ કરે છે. તે ચારિત્રમોહનો નાશ કરનાર વીતરાગભાવ છે. દર્શનમોહનો નાશ કરનાર સ્વાત્મબોધ (સમ્યગ્દર્શન ] છે; આ તેના અચૂક ઉપાય છે. જેમ પ્રકાશ થવાથી અંધકાર નાશ પામે છે. તે તેનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વિતરાગતા, અનુક્રમે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશરૂપ છે. માટે તે તેનો અચૂક ઉપાય છે. જે ભાવે અવગુણ થયો તેના પ્રતિપક્ષી સદ્ગુણથી તે દોષ ટળે છે. ઊંઘી શ્રદ્ધામિથ્યાદર્શન જેવું કોઈ મહાપાપ નથી. પૂર્ણતાના આશ્રયે શુદ્ધ સ્વરૂપનો બોધ થાય છે. તે પૂર્ણતાને પહોંચી વળવાનો પુરુષાર્થ લાવે છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય, સ્વાધીનપણે શક્તિરૂપે છે, એમ અનુભવ કર્યો અને પૂર્ણતાનું ભાન થયું, તે જ સમયે પૂર્ણ સ્થિરતા થતી નથી, પણ વચ્ચે અલ્પકાળ સાધનદશા છે ત્યાં સત્ય પુરુષાર્થ કરવો બાકી રહે છે, સ્વરૂપમાં એકાગ્ર રહેવાનો પુરુષાર્થ તે મોક્ષમાર્ગ છે. અંશે અંશે સ્થિરતા વધારીને રાગ ટાળવાનો પ્રયત્ન છે તેને વ્યવહાર કહ્યો છે. વ્યવહાર અને નિશ્ચય બને આત્મામાં જ હોય, પણ દેહાદિ બાહ્ય સાધનમાં હોય નહિ. આ અંતરંગ અતીન્દ્રિય આત્મસ્વરૂપની વાત છે. પોતાના ઘરની, પોતાની જાતની વાત છે, તેમાં કોઈ મત-સંપ્રદાયના આગ્રહની વાત નથી, પણ અનંત જ્ઞાનીઓના ઘરની વાત છે. ૧૦૩ [તા. ૧૯-૧૧-૩૯] હવે દોષ તેના પ્રતિપક્ષી ગુણથી હણાય છે એમ કહે છે : કર્મબંધ ક્રોધાદિથી, હુણે ક્ષમાદિક તે; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ૧૦૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #373 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૪૭ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૪] ક્રોધાદિ ભાવથી કર્મબંધ થાય છે, અને ક્ષમાદિક ભાવથી તે દોષ હણાય છે, અર્થાત્ ક્ષમા રાખવાથી ક્રોધ રોકી શકાય છે તે પ્રત્યક્ષ અનુભવની વાત છે, પણ આ તો અંતરતત્ત્વની વાત છે. મનથી માનેલી શુભ પરિણામવાળી ક્ષમા, સરલતા આદિથી નિજગુણ ઊઘડતો નથી. સાચો આત્મબોધ જ્યાં સુધી નથી ત્યાં સુધી, ગમે તેટલી ક્ષમા ધારે, ખેદ ન કરે, સરલતા-સમભાવ રાખે, વૈરાગ્ય કરે છતાં તે બધુંય કાર્ય કર્મભાવમાં શુભ પરિણામમાં જાય છે, તે સ્વગુણમાં અંશે પણ લાભદાયક નથી, માત્ર પુણ્ય બંધાય, ભવટી ન થાય, કારણ કે ઊંધા અભિપ્રાય દ્વારા ક્રોધને ટાળવાનો પ્રયત્ન કરે છે. તે માને છે કે ક્રોધાદિભાવ મને પરથી થાય છે, અને તેથી મને કર્મોનો બંધ થાય છે, પણ પોતે અનાદિ અનંત નિર્દોષ, અબંધ, અસંગ, એકરૂપ છે તેમ ન માન્યું, બંધવાળો, દયાવાળો, પુણ્યવાળો, ભૂલવાળો પોતાને માન્યો, મારું તત્ત્વ ઉપાધિવાળું છે, એમ કોઈ પણ પ્રકારે ઊંધું મનાયું છે, તેથી તે જે પુણ્યપરિણામ, ક્ષમા, સરળતા, નિર્માનતા, અહિંસા, ત્યાગ, નિર્લોભતા આદિ શુભ પરિણામ છે, તેને મોક્ષના ખરા હેતુ માની કરે છે, પણ તેથી લેશમાત્ર ધર્મ નથી. લોકોને એવી માન્યતા છે કે ક્રોધાદિ ટાળવાથી મોક્ષમાર્ગ પ્રગટશે, પણ પોતાનું સ્વરૂપ સમજ્યા વિના ક્રોધાદિ ટળે નહિ. જ્યાં લગી આત્માના વાસ્તવિક સ્વરૂપનું ભાન નથી, ત્યાં લગી કર્મભાવે બંધભાવ ઊભો રહે છે, તેનું ફળ સંસાર છે. શ્રીમદ્ભો કહેવાનો આશય એ છે કે નિઃસંદેહ ક્રોધ, માન, માયા, લોભરહિત મારું અસંગ સ્વરૂપ શુદ્ધ છે, એમ સાચા અભિપ્રાયને લક્ષમાં રાખીને, જ્ઞાનની રમણતાથી એટલે જ્ઞાનમાં સ્થિરતાના પુરુષાર્થથી, ક્રોધાદિ ઉદયભાવનો ક્ષય થાય છે, ત્યારે કર્મબંધ ટળે છે, સમ્યજ્ઞાન આ સ્વરૂપને નિઃસંદેહપણે જાણે છે. એ જ્ઞાનનું કાર્ય મનના શુભ પરિણામથી, વિકલ્પથી કે બાહ્ય કારણોથી પર છે, ક્ષમાના પાંચ પ્રકાર છે (૧) પહેલો પ્રકાર :- હું ક્ષમા કરું તો મને કોઈ હેરાન ન કરે; જેમ નિર્બળ પોતે સબળનો વિરોધ ન કરે. તેમાં હું ત્રિકાળ એકરૂપ છું એમ ન આવ્યું પણ રાગભાવ આવ્યો, તેથી તે ખરી ક્ષમા નથી. (૨) બીજો પ્રકાર :- ક્ષમા કરું તો બીજા તરફથી મને નુકશાન ન થાય અને લાભ થાય. શેઠનો ઠપકો ખાય, સામો ક્રોધ ન કરે, એ પણ ખરી ક્ષમા નથી. (૩) ત્રીજો પ્રકાર :- હું ક્ષમા કરું તો કર્મબંધન અટકે, ક્રોધ કરવાથી નરકાદિ હલકી ગતિમાં જવું પડશે, માટે ક્રોધ ન કરું તે પણ સાચી ક્ષમા નથી, કારણ કે તેમાં બીકણપણું છે. પણ નિત્ય સ્વરૂપના આશ્રયથી નિર્ભયતા-નિઃસંદેહપણું નથી. (૪) ચોથો પ્રકાર :- ક્રોધાદિ ન કરવા એવી વીતરાગની આજ્ઞા છે, તેમ શાસ્ત્રમાં કહ્યું છે માટે હું ક્ષમા રાખું છું સરલતા, નિર્માનતા, નિર્લોભતા રાખું છું એટલે મને પાપ નહિ થાય, એનાથી મને લાભ થશે, એમ પુણ્યપરિણામ-શુભરાગને વીતરાગની આજ્ઞા સમજે. તે પણ યથાર્થ ક્ષમા નથી, કારણ કે તે પરાશ્રિત ક્ષમા છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #374 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા (૫) પાંચમી ક્ષમાનું સ્વરૂપ હવે કહેવામાં આવે છે-આત્મા અવિનાશી છે, અબંધ, નિર્મળ, જ્ઞાતા જ છે, તેમાં શુભ પરિણામનું કરવું પણ નથી. પણ પોતે જેવો છે તેવો પોતાને જાણીને માનીને તેમાં ઠરવું તે વીતરાગ આજ્ઞા છે, અને તે ધર્મ છે. આ પાંચમી ક્ષમાતે ક્રોધમાં નહિ નમવું, ક્રોધને જાણનારને જાણવો એવો સહજ બેહદ અકષાય ક્ષમાસ્વરૂપ નિજસ્વભાવ છે. જે ભાવ ટળે છે તે ગુણ નથી માટે ભેદવિજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપમાં રહેવું તે સહજ ક્ષમા છે. ક્ષમાના શુભ વિકલ્પનો હું કર્તા-ભોક્તા-સ્વામી નથી, એમ સમજીને સ્વની ક્ષમા કરે તો તે સ્વરૂપની સાવધાની થઈ, શાસ્ત્રમાં શુભભાવની વાત આવે કે સરળતા રાખવી, ક્ષમા કરવી, તેનો અર્થ એમ સમજવો કે શુભ પરિણામના વિકલ્પ હોય પણ તે નિત્ય સહજ સ્વભાવનો ક્ષમા ગુણ નથી. | ધર્મધ્યાનમાં ચાર પ્રકાર આવે છે, તેમાં “આજ્ઞાનો વિચાર” એવો એક પ્રકાર છે. તેનો અર્થ “સાધકસ્વભાવ” થાય છે. આજ્ઞા એટલે કોઈ બીજાનું દબાણ નહિ, આજ્ઞા એટલે રાગરહિત આત્મસ્વરૂપની આરાધના છે. વીતરાગની આજ્ઞા સાચી એટલે તેમાં રાગ, દ્વેષ કે પુણ્ય નહિ, કષાય નહિ, ઓછું અધૂરું, કે વિકારીપણું નહિ, પૂર્ણ વીતરાગ જ્ઞાયક માત્ર એકરૂપ સ્વભાવની પ્રતીતિ, લક્ષ અને તેમાં ટકવું તે ધર્મ છે, તે વીતરાગની આજ્ઞા છે. હું સરલતા રાખું, ક્ષમા કરું એમ ક્ષણક્ષણના રાગના ભંગરૂપ વિકલ્પ, તે નિત્ય જ્ઞાયકતત્ત્વને લાભ નહિ કરે, એ પુણ્યપરિણામ છે, બંધભાવ છે, તેનાથી અબંધ અરાગી તત્ત્વને લાભ ન થાય. કર્મની ઓથે ક્રોધ, માન, માયા, લોભ થશે તેથી મારે સંસારમાં રખડવું પડશે, એમ રખડવાનો–બંધાવાનો ભય છે, પણ નિત્ય નિર્ભય વસ્તુસ્વરૂપનું ભાન નથી તેથી તે શુભરાગને ધર્મ માને છે. તે મોહજન્ય શુભપરિણામ વડે, બંધન અને ભયની ઓથ રાખીને સરલતા, ક્ષમા ધારણ કરે છે. કોઈ પણ નિમિત્તની ઓથે સહન કરું એ આશય અજ્ઞાનભાવ છે. પ્રથમ શુભાશુભ કષાયથી ભિન્ન એવા કષાયરૂપ પોતાનો નિર્ણય જીવે કરવો જોઈએ, અશુભ ભાવ તો દૂર રહો, પણ શુભ ભાવ કરે તે પણ પુણ્યબંધનું કારણ છે, જ્ઞાની તેને જાણે કે એ બંધ તથા બંધભાવ ઠીક નથી; પણ અબંધપણું ઠીક છે. એમ પૂર્ણ વીતરાગદષ્ટિ પૂર્વકનો પ્રયત્ન (જ્ઞાનમાં અવિનાશી ક્ષમાનું લક્ષ ) તે સહજ ક્ષમા છે. હું બંધનવાળો છું એમ માને અને તેને ટાળવા માગે એમ ન બને. હું બંધન નહિ, બંધભાવ નહિ, એમ રાગાદિક કષાયભાવને અકષાયભાવથી હણે છે, એટલે સ્વભાવની સ્થિરતાથી રાગાદિ દોષ અને કર્મબંધ ટળે છે. આ બાબતમાં સમ્યગ્દષ્ટિ ધર્માત્માને સંદેહ હોયનહિ. લોકો માને છે કે – ચાલો, આપણે ચારિત્રવાળા-વ્રતધારી થઈએ. ક્ષમા કરીએ, કર્મબંધ અને દોષ ટાળીએ, પણ એમ શુભ પરિણામ એટલે કે બંધભાવથી સંવર-નિર્જરા થાય નહિ છતાં માને તો મિથ્યાત્વ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #375 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૪] [૩૪૯ તત્ત્વનું બીજ હાથ આવ્યા વિના ક્ષમા કરે તે વાસ્તવિક ક્ષમા નથી, પણ બંધભાવ પુણ્યપરિણામ છે, તે ક્ષણિક પર્યાય (અવસ્થા) છે. જે ક્ષમા પુણ્યપરિણામનું ફળ આપીને છૂટી જાય, તે મંદકષાય છે તે શુભરાગ છે, તેનાથી અવિનાશી, શુદ્ધ અરાગી આત્માને ગુણ ન થાય; આ અભિપ્રાય પ્રથમ જરૂરનો છે. જે ક્ષમા આત્માની અખંડ નિત્યતાને લાભ ન આપે તે ક્ષમા, નિર્માનતા મોક્ષમાર્ગ નથી, પણ તે પુણ્યપરિણામ છે. મોક્ષમાર્ગમાં તો લોકોત્તર સહજ સમતાપણું છે, લૌકિક ક્ષમા તે ધર્મ નથી. જે સરળપણું અવિનાશી નિત્ય સ્વભાવને ગુણ ન કરે તે સરળપણું સંસારના હિતમાં છે, મોક્ષના હિતનું નથી. શુભ ભાવ થઈ જાય એ જુદી વાત છે, પણકરવા જેવો છે એમ માનવું તે જુદી વાત છે. જ્યાં લગી પૂર્ણ વિતરાગદશાની સ્થિરતા નથી, ત્યાં લગી ધર્માત્માને શુભ પરિણામ થયા વિના રહેશે નહિ. પણ તેમાં ઠીક માનવું, તેને મોક્ષનું ખરું સાધન માનવું, સામાયિકનો પ્રયોગ માનવો કે ગુણ માનવો તે મિથ્યાત્વ છે, રાગ બંધભાવ છે, તે અરાગી અબંધતત્ત્વને ગુણ ન કરે, એનો નિર્ણય પ્રથમ જોઈએ. સરલ સ્વભાવ એટલે આર્ય સ્વભાવ, તે નિર્દોષ ભાવથી પ્રગટે છે. નિર્લોભતાદિ માટે પણ ઉપર પ્રમાણે ઘટાવી લેવું. આત્માની સહજ દશા–પવિત્રતામાં વધારો કરે તે અકષાયભાવની સંભાળ-સાવધાની તે જ નિર્લોભતા છે. બાકી ક્ષમાદિ દશ ગુણ જો આત્મજ્ઞાન વિના કોઈ ધારણ કરે, એમાં ટકે, હિત માને તો તે પુણ્યપરિણામમાં એટલે કે બંધભાવમાં અટકયો છે; તે મોક્ષમાર્ગ નથી. બહારથી ક્ષમા કરે તેથી અંતરમાં શાંતિ, આનંદ, સંતોષ પ્રગટે નહિ. નિમિત્તની ઓથે જેનો આદર થાય તેમાં મોક્ષમાર્ગ ન આવે, સભ્યશ્રદ્ધાનો વિષય અબંધ, નિત્ય સ્વાધીન, સહજ, સ્વાભાવિક જ્ઞાયકતત્ત્વ છે. સ્વરૂપ જેમ છે તેમ જેણે જાણ્યું નથી, તે શુભ પરિણામમાં અટકી જાય છે, માટે યથાર્થ તત્ત્વને સમજો, તે સમજવું પોતાથી છે. આ ગાથામાં સ્વતંત્ર આત્માનું સ્થાપન કર્યું છે, અબંધપણું કહ્યું છે. સામાન્ય વાત તો ઘણા જાણતા હોય છે, પણ આમાં વિશેષપણું ઘણું કહ્યું છે, તેથી અહીં નિઃસંદેહપણા ઉપર ભાર આપ્યો છે. આત્મા પૂર્ણ જ્ઞાનઘન, અવિકારી જ્ઞાયક તત્ત્વ છે, નિમિત્તમાં ભળવારૂપ નથી. સ્વયં જ્ઞાતા-દ્રષ્ટા, પવિત્ર, બેહદ શક્તિથી ઓપિત, અખંડ જ્ઞાનપ્રવાહથી એકરૂપ છે. એવી શ્રદ્ધાના બીજથી, સ્વાનુભવથી મોક્ષનો ઉપાય પ્રગટે છે. જેમ ક્રોધભાવ તે વર્તમાન સમયનો એક પર્યાય છે, તેમ ક્ષમાદિભાવ પણ એક સમયનો પર્યાય છે, એવા ભેદવિકલ્પ ઉપર જેનું લક્ષ છે તેને દોષનું અને કર્મબંધનું ટળવું થતું નથી; કારણ કે પર્યાયબુદ્ધિથી નિર્જરા નથી. વિકારીભાવ તે શુભ અશુભ અધ્યવસાન છે, અનિત્ય છે, સ્વગુણ નથી. આ લક્ષ પ્રથમ આવ્યા વિના અંશે પણ નિજગુણ ઊઘડે નહિ, ધર્મ થાય નહિ, સામાયિક થાય નહિ. પોતે એક સ્વાધીન જ્ઞાન વસ્તુ છે એમ માનીને પોતાના જ્ઞાનમાં નિશ્ચલ રહેવાથી, ક્રોધાદિ રોકી શકાય છે. શુદ્ધ સ્વભાવમાં અસ્તિ એટલે નિશ્ચલ રહેવાથી પરભાવની નાસ્તિ થાય છે. તે અભિપ્રાય વડે જ્ઞાની ઉપદેશ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #376 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૦] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કરે છે કે ક્ષમાથી ક્રોધ અને સંતોષથી લોભ રોકી શકાય છે, એ પરમાર્થ લક્ષમાં રાખીને દોષ ટાળવાનો અભિપ્રાય અહીં કહ્યો છે. દોષ ટાળતાં-ટાળતાં બાકી રહે તે શુદ્ધ સ્વાધીન સ્વતત્ત્વ છે. નિર્માનપણાથી માન રોકી શકાય છે. હું બીજાથી મોટો છું, એમ પર નિમિત્તના આશ્રયથી પોતાને ગુણવાળો માનવો તે અજ્ઞાન છે. પોતાનું સ્વાધીનપણું, નિર્દોષપણું, ટકાવીને, વીતરાગતાનો વિનય કરે તે ગુણ છે. સત્યેવ, સદગુરુ, સદ્ધર્મ તો વીતરાગ છે. પોતાને વીતરાગતાનું બહુમાન છે, તેનો વિનય કરવો તે વ્યવહાર છે, પરમાર્થે તે પોતાનો વિનય છે. સ્વ આધારે રહેનાર નિર્માની છે, કારણ એ સ્વજાત છે. પ૨૫દાર્થનો આશ્રય પોતામાં અપૂર્ણતા છે, કુળમદ જાતિમદ આદિ પરને સ્વ માને છે તે પોતાની સ્વાધીન, શુદ્ધ ચૈતન્યજાતને ભૂલે છે. જેને શુદ્ધ ચૈતન્યની જાતનું માન છે તેને પરથી નિર્માનપણું છે. સતનું બહુમાન કરવાથી દેવ, ગુરુ, શાસ્ત્રરૂપ નિમિત્તનું પણ બહુમાન સાથે આવી જાય છે. તે નિર્માના ગુણ છે. નિજગુણનું જે બહુમાન છે તે પરાશ્રય નથી. શરીરનું બળ એ પુદ્ગલ રજકણનું બળ છે. તે જડ બળને આત્માનું બળ જે નથી માનતો તે શાંતિથી શાંતિમાં ટકી શકે છે. મારું કુટુંબ મોટું, હું ઘણા પૈસાવાળો, રાજ્યવાળો છું એમ જે માને છે તે તો જડથી મોટો થવા માગે છે. પુણ્યથી, રૂપથી કે વિદ્યાથી એમ પર નિમિત્તથી પોતાનો મહિમા જે જણાવે છે તે સમુદ્ર પાસે છીપ ધરે છે. જીવ પોતે બેહદ-અનંતજ્ઞાનસ્વરૂપ છે, તેને ભૂલીને જે તેને ઊણો, હીણો, વિકારી માને અને કહે કે હું આનો, એ મારાં-એ અજ્ઞાન છે. કોઈ ચાર છ મહિના રોટલા છોડયાનું અભિમાન કરે છે, એ આદિ કર્તવ્યને હિત માને. છે, તે અનાત્મજ્ઞ છે-મૂઢ છે. જ્ઞાની-તત્ત્વદેષ્ટિવંત આત્મા પોતાને સ્વાધીન, અસંગ, પૂર્ણ જ્ઞાનાનંદમય પવિત્ર અને પર વસ્તુની અપેક્ષા રહિત માને છે. જીવને કોઈ પુણ્યપદથી લાભ માને તે અજ્ઞાની છે. જ્ઞાની ધર્માત્મા માને કે હું મારાથી સ્વાધીન છું, પૂર્ણતાની શ્રદ્ધાથી જે ગુણ અંશે પ્રગટયો છે તે પૂર્ણતા લાવ્યા વગર રહે જ નહિ. પવિત્ર સિદ્ધપદ મારામાં શક્તિપણે છે, એમ જેણે યથાર્થ માન્યું છે, જાણ્યું છે તે પરથી નિર્માની થાય છે. અને તે જ પૂર્ણ પવિત્ર પદનો આરાધક છે. વીતરાગની આજ્ઞાનો તે જ આરાધક છે અને તેથી પૂર્ણતાની રુચિ, આદર અને સ્વીકારથી તે પૂર્ણ થવાનો પુરુષાર્થ કરે છે. હું પૂર્ણ છું એવી શ્રદ્ધા (પ્રતીત) હોવા છતાં હજી પૂર્ણ વીતરાગતામાં સ્થિર થવાનો પુરુષાર્થ બાકી છે તે પુરુષાર્થ વ્યવહાર છે. ક્ષણેક્ષણે રાગનો ભાવ જે પ્રગટ થાય છે તેને જ્ઞાની જ્ઞાનવડે જાણે છે. જ્ઞાની જાણે છે કે રતિ, અરતિ, પ્રેમ ખેદ એ મારો સ્વભાવ નથી. આત્મા માત્ર દિલગીરીવાળો નથી, કષાય અને નોકષાયના ઉદયભાવથી પર છે. હું પૂર્ણ પવિત્ર છું એ સાચા અભિપ્રાય દ્વારા રાગ-દ્વેષ અજ્ઞાન ટાળી શકાય છે. બધા અવગુણોની આત્મગુણ દ્વારા નિવૃત્તિ થાય છે. અબંધભાવે સભ્ય અભિપ્રાયવડે બધા કર્મબંધનું અટકવું થાય છે. અહીં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #377 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૪] [ ૩૫૧ 66 ‘પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં નહિ સંદે” એમ કહ્યું છે, તે લૌકિક વ્યવહા૨ીજનો પણ દેખી શકે છે તેથી કહ્યું છે. લોકો માનદ્વારા કે ક્રોધાદિ તીવ્ર વેગને વશ અગ્નિમાં બળી મરે છે અને બહા૨ની ક્ષમા ધારે છે, જરાપણ પીડા ન દેખાડે, એમ ૫૨ના કા૨ણે હઠથી અનંતી વેદના ( પીડા ) સઢે છે, અરેરાટ પણ મુખથી ન કરે. તે ઊંધી ક્ષમાનો ઉગ્ર પુરુષાર્થ પ્રત્યક્ષ છે, તેની ગુલાંટ-તત્ત્વદૃષ્ટિવડે સહજ વીર્યની–સ્ફુરણા પ્રગટ થતાં, હું રાગ વિનાનો પૂર્ણ પવિત્ર, જ્ઞાયકમાત્ર છું, અબંધ શુદ્ધ છું, એમ યથાર્થ ભાન કરીને પૂર્ણતાના લક્ષે જાગ્યો-સ્વમાં સાવધાન થયો તેને રાગાદિ દોષ કેમ ઊપજે ? આત્મા જેટલો બળવાન થાય તેટલા અંશે શુભાશુભ રાગાદિ જરૂર ટળે જ. પોતાનું સ્વરૂપ સહજ વીતરાગ, ૫૨થી નિવૃત્તિરૂપ છે, તેમાં ટકવાથી-ઠરવાથી રાગ-દ્વેષનું ટળવું સહજ થાય છે. અકષાય-ક્ષમાસ્વરૂપમાં સ્થિરતા વડે ક્રોધ, માનાદિ વાસના વગેરે સર્વ દોષ ટળી શકે છે. તે અનુભવ પોતાની જાતનો છે, અને જે ટળે છે તે વિજાતીય છે. ક્રોધાદિ વગેરે જતા કરી શકાય છે માટે તે વિજાત છે, અને ક્ષમા-શાંતિ રાખી શકાય છે અને કાયમ ટકી શકે છે માટે તે સ્વજાત છે. શુદ્ધ આત્મસ્વરૂપનું ભાન થતાં, સહજ દશાની જાગૃતિમાં એ કલુષિત ક્રોધ, માન, માયા, લોભ ટળી જાય છે. લોકો અમુક મત ત૨ફ વલણ થતાં-પ્રેમ થતાં બીજાં બધાં સાધનો જતાં કરે છે તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. તો આત્મસ્વરૂપની રુચિ થતાં, સહજ જ્ઞાનદશાનું લક્ષ થતાં દોષ કેમ ન ટળે ? ટળે જ. સંયતિ રાજાનું દૃષ્ટાંતઃ- રાજા કહે છે કે મેં મુનિના હરણનો ઘાત કર્યો. અરેરે ! મુનિ મને શાપ દેશે, અરેરે ! હું અશ૨ણ છું, અરે ! મુનિ કેમ બોલતા નથી ? નક્કી હવે મારો સર્વનાશ થશે; એમ એક ભયને ખાતર, રાજાપણું વગેરે ભૂલીને મુનિને ચરણે પડયો. મુનિના ગુનામાં હું આવ્યો. મારું જીવન આ મુનિને આધારે છે, એ મને શાપથી બાળી નાખશે; એમ ભયથી છતી વસ્તુને ભૂલી તેને અછતી વસ્તુ કરી, મુનિનું શરણ માગે છે. તેમ આત્મા જો આત્માને ઓળખીને તેને શ૨ણે જાય તો, જગતમાં અને દેહાદિ ક્ષેત્રમાં, જે જે સંયોગો નિમિત્તરૂપ છે, તે છે છતાં નહિ જેવા થઈ જાય છે. વાસના ટળતાં તે નિમિત્તો જ્ઞાનમાં પૃથ્વીપિંડ સમાન જણાય છે. પોતાની સ્વાભાવિક જ્ઞાનદશામાં જ્ઞાતાપણે નિશ્ચલ રહે તો, બધા શેય પદાર્થો અને રાગાદિ સર્વે ૫૨૫ણે દેખાય છે. જેમાં અંશ પણ કર્મનો સંબંધ નથી એવી અબંધષ્ટિ અને પૂર્ણ વીતરાગદશામાં ઠરવાનો પુરુષાર્થ તે મોક્ષમાર્ગ છે. અબંધભાવ તે સાચી દૃષ્ટિ છે, અને તે સત્સ્વરૂપનો સાચો અભિપ્રાય છે. રાગરહિત જ્ઞાનદશામાં નિશ્ચલ ટકી રહેવાથી કર્મબંધનો નિરોધ થાય છે, અને તે જ તેની નિવૃત્તિ છે. સર્વને પ્રત્યક્ષ અનુભવ થઈ શકે એવું છે, ક્રોધાદિ રોકયા રોકાય છે; તેથી ગાથામાં તે દૃષ્ટાંતરૂપે કહેલ છે. જે ભાવ (અકષાયભાવ ) કર્મબંધને રોકે છે, તે અકર્મ (મોક્ષ ) દશાનો માર્ગ છે. એ માર્ગ ૫૨લોકમાં નહિ, પણ અત્રે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે, એમાં સંદેહ શું કરવો ? Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #378 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫ર ] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સાચો ધર્મ રોકડિયો હોય. અહીં કોઈ કહે કે આત્માની ઝીણી વાતોની અમને કાંઈ ખબર પડે નહિ માટે હમણાં કાંઈ પુણ્યાદિ કરીએ તો પરલોકમાં કંઈ ફળ મળે. આપણને ધર્મ પરલોકમાં ફળશે, તેનો અર્થ પરમાર્થે એમ થયો કે પ્રથમ કર્મભાવ (બંધભાવ) કરીએ તો મોક્ષભાવ પ્રગટશે, એટલે કે ઝેર અમૃત થશે. સાચો માર્ગ અંધશ્રદ્ધામાં આવે નહિ. લોકો કહે છે કે એ અગમ, અગોચર, અતીન્દ્રિય તત્ત્વ છે, તે હમણાં કાંઈ સમજાય નહિ, તેરમે ગુણસ્થાને જ્ઞાનીને ખબર પડે, આપણે હમણાં કંઈક કરીએ તો તેનું ફળ પરભવમાં કંઈ થાય; પણ લોઢાની કરીને સરાણ ઉપર ઘસનારો કારીગર ક્ષણે ક્ષણે પ્રત્યક્ષ જુએ છે, કે આ શસ્ત્ર કેટલું ઊજળું થયું, કેટલો કાટ ઊખડયો, અને કેટલો બાકી રહ્યો. એમ તેની ત્રણે અવસ્થાને એક ક્ષણમાં જાણે છે તેમ આત્મધર્મ છે તે રોકડિયો છે. અત્યારે સંતોષ ન થયો તો પછી પરક્ષેત્રની પરાધીનતામાં લાભ ક્યાંથી થશે? કારણો ખોટાં સેવે તેનું કાર્ય સાચું ક્યાંથી આવશે? સદ્ધર્મ તો રોકડિયો જ હોય. આત્માનો ધર્મ રોકડિયો છે; અધર્મ પણ રોકડિયો છે; કારણ કે ચૈતન્યની સ્વાધીનતાથી છૂટીને; હોશથી પરાધીનતામાં પરભાવમાં ઉત્સાહ લાવે છે. તેથી શ્રીમદે કહ્યું છે કે “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો !' વિકારી ભાવ હોય ત્યાં જ્ઞાન અપરાય છે, અને ભાવહિંસા થાય છે. તેને જોવા માટે જે ધીરો થતો નથી તે અવગુણમાં ટક્યો છે. એ રીતે અધર્મ પણ પ્રત્યક્ષ છે, રોકડિયો છે. પરભાવમાં (શુભાશુભ ભાવમાં) ટકવું પરાધીનતા છે, તેનું ફળ અશાંતિ છે, દુઃખ છે, પુણ્ય તે અઘાતિકર્મનો યોગ દેખાડે છે; તેનાથી ચૈતન્યને કાંઈ લાભ નથી, છતાં લાભ માને તે અજ્ઞાની છે. પોતાના સ્વાધીન તત્ત્વને ભૂલીને અશાંતિનો ભાવ કર્યો હતો. તે અશાંતિના વખતે ઘાતિકર્મ બંધાય છે, તે ઘાતિકર્મનું ફળ સ્વગુણને ઘાતવાનું થાય છે, તે ચોક્કસ છે. અપૂર્વ આત્મધર્મની જેણે સાચી શ્રદ્ધા કરી, અને જેને ગુણ પ્રગટયો, તેને પછી બીજાને પૂછવા જવું ન પડે. મારામાં આ દોષ અથવા ગુણ હશે કે કેમ એવી શંકા તેને ન થાય; પણ પ્રત્યક્ષ અનુભવથી પોતાનું સ્વરૂપ ન જાએ, ન જાણે અને બહારથી માને કે અમને સંતોષ છે, અમે નિઃસંદેહ છીએ, એ રીતે ઊંધાઈ ને સવળાઈ માને તો તેને કોણ ના પાડે? આત્મા અસંયોગી, સ્વાધીન વસ્તુ છે. આત્મા જ્ઞાનનો કર્તા-ભોક્તા છે, પરનો કર્તાભોક્તા નથી, તેમ જ પરને આધારે ટક્યો પણ નથી; ફકત ઊંધી માન્યતા કરી છે. નરક-સ્વર્ગમાં સુખ-દુઃખના સંયોગવાળા ક્ષેત્રમાં, પરાધીનપણે, પોતાની ભૂલના કારણે જાય છે, ત્યાં પણ પોતાના સ્વક્ષેત્રમાં ટક્યો છે. અજ્ઞાની માને છે કે હું નરકમાં છું, હું અનંતી ઉગ્ર અગ્નિના દુઃખમાં છું, તેણે પરવસ્તુમાં પોતાની હયાતી માની છે. હું સ્વર્ગમાં છું, ઇન્દ્ર છું, પુણ્યના સુખને ભોગવું છું, એમ માને તેણે પણ પરવસ્તુમાં પોતાની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #379 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૫૩ હયાતી માની છે. જીવ ૫૨ને ભોગવી શકતો નથી. પણ ગમે તેવી સાચી-ખોટી માન્યતા કરી શકે છે. જ્ઞાની આત્મા ૫૨માર્થસ્વરૂપની પ્રતીતિ કરે છે અને પોતાને જ માને છે. અજ્ઞાની ૫૨ની શ્રદ્ધા કરે છે, ૫૨ને માને છે, અને પોતાને જેવો છે તેવો માનતો નથી. ૫૨લોક છે, પણ આત્મા કોઈ સંયોગવાળો કે પરાધીન નથી. શ્રેણિક રાજા નરકક્ષેત્રમાં છે; છતાં પરમાર્થે તેઓ ન૨કનાં દુઃખ ભોગવતા નથી. પોતાના સહજ સ્વરૂપના આનંદને ભોગવે છે, સંયોગ છે તેને જાણે છે. ‘ સંશયાત્મા વિનશ્યતિ' લોકો ગોખી રાખે પણ, સત્સ્વરૂપમાં નિઃસંદેહપણું શું તેનો નિર્ણય કોણ કરે? જે ગુણ પોતાને પ્રત્યક્ષ અનુભવરૂપ છે, એમાં શો સંદે? એમ સૂક્ષ્મ ન્યાયની વાત આ ગાથામાં મૂકી છે. આ આઠ ગાથામાં મોક્ષનો ઉપાય કહ્યો. ૧૦૪ હવે આ મોક્ષનો ઉપાય સાધે તેને ભવ રહેતા નથી એમ કહે છે :છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૫ ] દર્શનમોહનો દોષ તે સ્વચ્છંદ છે, અને ચારિત્રમોનો દોષ તે રાગ-દ્વેષ-વિકલ્પરૂપ અસ્થિરતા છે. આ મારો મત છે માટે મારે વળગી રહેવું, અથવા આ મારું દર્શન છે માટે ગમે તેમ મારે તેને સાબિત કરવું, અને જે સ્વભાવ છે તેના લક્ષે ન રહેવું, એ આદિ મિથ્યામત-દર્શનનો આગ્રહ છે. માટે તે આગ્રહ અને શુભ-અશુભ રાગાદિ વિકલ્પને છોડીને આ, જે માર્ગ કહ્યો છે તેને જે સાધશે તેના અલ્પ જન્મ હોય છે એમ સમજવું. જે માન્યું તેની જ પકડ ક૨વી, એ પક્ષપાતનો આગ્રહ છે. એવા આગ્રહ તથા વિકલ્પ રાગાદિને છોડવા માટે અહીં વીતરાગનો નિર્દોષ સ્યાદ્વાદ માર્ગ કહ્યો છે, તેથી તે જે સાધશે તેના જન્મ અલ્પ જાણવા. આ આત્મસિદ્ધિશાસ્ત્રમાં કોઈ મહાન યોગબળથી, જગતના ભાગ્ય માટે ઊંડું ઊંડું તત્ત્વદર્શન ગોઠવાયું છે. આ માર્ગ સાધતાં, જઘન્ય, મધ્યમ પુરુષાર્થરૂપ પરિણામ વર્ડ, શુદ્ધ આત્મસ્વરૂપની આરાધના કરતાં કરતાં, પુરુષાર્થ અધૂરો હોય તેને બીજો એકાદ ભવ થવાનો સંભવ છે, પણ બહુ ભવ નહિ એમ અહીં કહ્યું છે, માટે જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે જ મોક્ષ થાય. અત્યાર સુધી વાસ્તવિક કા૨ણ આપીને તેનું ફળ (કાર્ય ) બતાવ્યું છે કે ‘ કહ્યો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ; “ જન્મ તેહના અલ્પ ” એ શબ્દ બહુવચનમાં વાપર્યો છે. તેનો ભાવ એ છે કે આત્મજ્ઞાન થયા પછી, વધુ કાળ સંસારમાં રહેવું થાય નહિ, પણ કદાચ ઉત્કૃષ્ટ પવિત્ર પરિણામની સ્થિરતા પુરુષાર્થ વડે ન કરી શકે તો કોઈને પંદર ભવ પણ કરવા પડે; પણ જો ઉગ્ર પુરુષાર્થ વડે સ્વરૂપસ્થિતિ પૂર્ણતાના લક્ષે આરાધવામાં આવે તો આ કાળે પણ એકાદ ભવે મોક્ષ ચોક્કસ થાય એવો આત્મસિદ્ધિમાં ભણકાર છે. Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #380 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા [ તા. ૨૦-૧૧-૩૯] છએ પદ ૧૦૪ ગાથા સુધીમાં કહ્યાં તેને બધા પ્રકારે સમજીને “કહ્યો માર્ગ આ ગ્રહીને તથા મત-દર્શન અને અસ્થિરતારૂપ રાગાદિ વિકલ્પ છોડીને, સાચી પ્રતીતિમાં જે ભૂલ ન થવા દે, તે યથાર્થ આત્માર્થતાને સાધશે, અને તેહના અલ્પ જન્મ જાણવા. આ સાચું હશે કે આ, જે હોય તે ખરું જ્ઞાની જાણે, આપણને કાંઈ ખબર પડે નહિ એવી લથડપથડની વાત અહીં નથી. નિર્દોષ સર્વોત્કૃષ્ટ આત્મધર્મને લૌકિક ધર્મની સાથે સમન્વય કરે, તેને વીતરાગની આજ્ઞા માને અને ગોટા વાળે એ ચાલે નહિ. માટે મતદર્શનના મિથ્યાઆગ્રહને છોડીને, જે અત્રે કહ્યો તે માર્ગને સાધશે તેના ભવ અલ્પ જાણવા. જે પંદર ભવ કહ્યા છે તે વીતરાગદશા આરાધક ચારિત્રથી કહ્યા છે. સ્વરૂપાચરણ એટલે આરાધના. શ્રદ્ધા તો અખંડ છે પણ જેવી પૂર્ણ શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા થઈ તેવી હજી સ્થિરતા ન થઈ હોય, અને મધ્યમ આરાધનાથી જેનો પ્રયત્ન મધ્યમ હોય તેને પૂર્ણ સ્થિરતાની ભાવનાથી અખંડ આરાધના પંદર ભવ સુધી રહે, તો પૂર્ણતાને પામે. સમ્યગ્દર્શન વમી ન જાય અને સાથે ચારિત્રની રમણતા હોય તેને વધુમાં વધુ પંદર ભવે મોક્ષ થાય. સમ્યગ્દર્શન એટલે આત્મભાન, એ એવી અપૂર્વ જાગૃતિમય વિવેકદશા છે કે તે ભાવ ચારિત્રગુણ-સ્વરૂપસ્થિરતા લાવ્યા વિના ન રહે. આત્માનો ચારિત્રગુણ આત્માથી ભિન્ન ન હોય. જેમ ગોળથી ગળપણ જુદું નથી, તેમ આત્માનું યથાર્થ ભાન થયું તેને રાગ અને રજકણનો કણિયો (પરભાવનો અંશ) મારામાં નથી, એમ જ્ઞાનમાં અવિકારી આનંદનું સહજ પરિણમન થાય છે. તે જ્ઞાનદશા વડે યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે. અહીં પંદર ભવ કહ્યા છે તે ચારિત્ર સહિત સમજવા. છઠ્ઠાથી દસમા ગુણસ્થાન સુધી અધૂરું ચારિત્ર છે, છઠે ગુણસ્થાને પૂર્ણ ચારિત્ર નથી. પૂર્ણ ચારિત્ર નથી ત્યાં આયુષ્ય પૂરું થાય તો, ચારિત્ર છૂટીને ચોથું ગુણસ્થાન આવી જાય છે, એ જરી સૂક્ષ્મ ન્યાયનો વિષય છે કે એક વખત આત્મભાન થયા પછી તે ગમે ત્યાં જાય, પણ તે બીજ કાયમ રહે છે. “સંત બીજ પલટે નહિ, જો જુગ જાય અનંત, ઊંચ-નીચ ઘર અવતરે તોય સંતકો સંત,” એ ન્યાય લાગુ પડે છે. આ છ પદથી સર્વાગ આત્મસ્વરૂપ જે પ્રકારે કહ્યું છે તેનો અંતર વિચાર કર્યા પછી જેને પોતાની પ્રતીતિ આવી છે તેને અલ્પ જન્મ જાણવા. સ્વસમ્મુખ થવાથી જ્ઞાનમાં ભેદ કે વિકલ્પનો અભાવ થઈને ગુણી અને ગુણ એકરૂપે પરિણમે, ત્યારે પવિત્ર સ્વરૂપનો પ્રગટ અનુભવ થાય છે. શક્તિરૂપે જે પૂર્ણ પદ છે, તેની શ્રદ્ધા અને જાગૃતિથી શુદ્ધતાની જાતનો અનુભવ પ્રગટયો તેમાં પરવસ્તુનો આશ્રય કેમ હોય? પોતે અખંડ જ્ઞાયક ચૈતન્યજ્યોત ભગવાન જાગતો જાણે કે મારામાં બંધ નથી, રાગનો અંશ નથી, એમ પરથી જુદો રહીને જ્ઞાનમાં ટકી રહે તે ચારિત્રદશામોક્ષમાર્ગ છે. પૂર્ણ વીતરાગદશામાં સ્થિરતા કર્યો પૂર્ણ ચારિત્ર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #381 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૬] [૩૫૫ પ્રગટે છે. સમ્યગ્દર્શન થયું કે તુરત જ ચારિત્ર પૂર્ણ અખંડ ન થઈ જાય; પણ દર્શન તો અખંડ રહે છે. જો દર્શન સાથે અખંડ ચારિત્ર પ્રગટ રહે તો તે જ ભવે મોક્ષ થાય. દર્શન ખંડવાળું હોતું જ નથી. દર્શન અખંડ થઈ ગયું અને ચારિત્રમાં ભેદ-રાગના કારણે, જ્ઞાનબળનો (વીર્યનો) વળાંક કમજોર રાખે ત્યાં લગી તે કારણે અસ્થિરતા રહે છે, પણ તેનું વલણ પૂર્ણતા તરફ સર્વાગપણે છે, તેથી તેના જન્મ અલ્પ જાણવા. સ્વપ્નામાં પણ ભણકાર આવે કે હું જ્ઞાયક અસંગ છું, એક પરમાણુ માત્રનો સંબંધ નથી, હું પરને ગ્રહી શકતો નથી, છોડી શકતો નથી, પુણ્ય-પાપરૂપ મળમેલ-રાગાદિનો અંશ પણ મારામાં નથી, હું બધાને સળંગ જાણનાર જ્ઞાયક એકરૂપ છું. આ આત્મસિદ્ધિમાં અનંત જ્ઞાનીનાં જ્ઞાનામૃતનો સાર રેડાયો છે. આ પંચમકાળમાં આવીને શ્રીમદ્ એકાવતારીપણાના સંદેશ આપે છે. આ કાળે ચારિત્રની રમણતા ઓછી રહે તેથી વધુમાં વધુ પંદર ભવ થાય, તેમ સમુચ્ચયે વાત કરે છે, તેમાં અંતરંગ જ્ઞાનની રમણતારૂપ ચારિત્ર સમજવું; આત્મસ્વરૂપનું ભાન થયા પછી તે જાણે છે કે રાગાદિમાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં મારું હિત નથી; તથા તે મારું કર્તવ્ય નથી. જેમ સંસારમાં ખાનદાન માણસ માને છે કે અમે વાણિયા, આર્યકુળ ખાનદાનના સુપુત્ર, અમને દારૂ-માંસનો ખોરાક કેમ હોય? તેમ જ્ઞાની માને છે કે હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ છું, મને દારૂ એટલે મોહ-ભ્રાંતિ તે વિકારી જાતનો સંગ કેમ હોય? એમ તેમનાથી જુદો રહીને જ્ઞાની પુરુષાર્થ સહિત કહે છે-આત્મસ્વરૂપનું ભાન થયા પછી રાગાદિ કે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ ન હોય. નિર્દોષ જ્ઞાતાદેષ્ટિથી બળવાન વિવેક જેને વર્તે છે તે આ છ પદથી સિદ્ધ અત્રે કહ્યો તે મોક્ષમાર્ગ આરાધશે, એવી અહીં હજારથી વાત કરી છે. નકારથી સમજી લેવું કે આ અભિપ્રાય સિવાય બીજો કોઈ મત-દર્શનનો પક્ષ હોય તો તે છોડી દેવો. સર્વજ્ઞ વીતરાગ ભગવાને કહ્યો તે જ માર્ગ ઉપાદેય છે અને એ સિવાય બીજા જે કોઈ મત-દર્શન છે તે મિથ્યા ધર્મ છે. તેનું વર્ણન જોકે અહીં કર્યું નથી, તોપણ તે આવી જાય છે એમ સમજી લેવું. સમ્યગ્દર્શન એટલે સ્વરૂપપ્રતીતિમાં કંઈ ફેર નથી, પણ અંતરંગ ચારિત્રની રમણતાના પ્રયત્નમાં એટલે કે સ્વ-સ્વરૂપની આરાધનાના પ્રયત્નમાં, ન્યૂનાધિકતા હોવાથી અલ્પભવ કહ્યા છે. ૧૦૫ હવે વિચક્ષણ શિષ્યને કહે છે કે - ષદનાં ષસ્પ્રશ્ન તે, પૂછયા કરી વિચાર; તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ હે શિષ્ય! છ પદના છ પ્રશ્ન તેં અંતર વિચાર કરીને પૂછયા છે; ક્રમ સહિત સ્વભાવની જાતની વિચારણાથી, સ્વદ્રવ્યના લક્ષને અવલંબીને, બીજા પક્ષનો આગ્રહ છોડીને, તે સાચી જિજ્ઞાસા, પાત્રતા જણાવી છે. એટલે કે દ્રવ્યનો જે સ્વભાવ છે તે જાતની તેં વાત પૂછી છે; આ છે પ્રકારના વિકલ્પ કેવળજ્ઞાનમાં નથી, પણ આ ન્યાયનું Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #382 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૬ ] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જ્ઞાન અખંડજ્ઞાનમાં વર્તે છે; આત્માર્થે આ છ પદનો વિચાર કરનારને અભેદ આત્મસ્વરૂપના યથાર્થ જ્ઞાનથી છએ પદનો સર્વાગ નિર્ણય થાય છે. સિદ્ધપદ સંબોધક એવા સાચા જ્ઞાનનો નિર્ણય કરનાર, છ પદના સુવિચારરૂપી અંકુરા, હે શિષ્ય! તારા આભદ્રવ્યમાંથી ફુટયા, અને તે તે જ અંતર વિચાર કરીને પૂછયા છે. આ ગાથામાં એવી રીતે ઘટના કરી છે કે આત્મા અનંત છે અને તે સ્વતંત્ર છે, અને કેવળજ્ઞાનીના જ્ઞાનમાં જેવું પૂર્ણ શુદ્ધ આત્મદ્રવ્ય છે તેવું આ છ પદથી અહીં સાધ્ય અને સાધનરૂપે સિદ્ધ કર્યું છે. સ્યાદ્વાદથી આત્માનું એકત્વ શું છે અને તે કેમ પમાય તે સિદ્ધ કર્યું છે, તેથી તેનો યથાવત્ વિચાર અને નિર્ધાર થયો તે મોક્ષમાર્ગ છે. કોઈ એક પક્ષનો આગ્રહ કરે તો તે મિથ્યા છે. ૧૦૪ ગાથા સુધીમાં છ પદની સર્વાગતાનો નિર્ણય બતાવ્યો, અનેકાન્ત વીતરાગમાર્ગ કહો કે સર્વાગતા કહો, બન્નેનો અર્થ એક જ છે. દ્રવ્યસ્વભાવે જીવ અક્રિય છે, પર્યાયે પોતાના જ કાર્યથી સક્રિય છે, પર માટે અક્રિય છે. એમ કર્તા-અકર્તા, ભોક્તા-અભોક્તા, મોક્ષ, મોક્ષનો ઉપાય, નિત્યપણું-અનિત્યપણું વગેરે આત્મામાં કેમ ઘટે છે તે આ છએ પદથી સિદ્ધ કર્યું છે. જો કોઈ આમાંથી એકપણ એકાન્ત (અવિચારથી) ઉથાપે તો મોક્ષમાર્ગ સિદ્ધ થતો નથી. યથાર્થ સ્વરૂપની શ્રદ્ધા વિના જે જીવ ઉન્માર્ગથી સંતોષાઈ જાય તે જે કંઈ કરે છે તે બધુંય ઊંધું કરે છે. તેનાં વ્રત, તપ, પુણ્યાદિ વ્યવહાર (નામનિક્ષેપે તેનો આભાસમાત્ર-કથનમાત્ર ધર્મ) કર્મભાવરૂપ અજ્ઞાન સહિત છે. આ છ પદમાં જ બધું વીતરાગદર્શન સમાઈ જાય છે. ૧૦૬ હવે મુક્તિ કોણ મેળવે તે બતાવે છે - જાતિ વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જ હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ આ છ પદની સર્વાગતાથી આત્મપદાર્થ-વસ્તુસ્વરૂપ સ્વયંસિદ્ધ છે. તેમાં યથાર્થ પ્રતીત, લક્ષ, અને રાગરહિત સ્વરૂપાચરણરૂપ અખંડ સ્વાનુભવ હોય તે મુક્તિપદ પામે; એટલે કે અનેકાંત, લોકોત્તર આત્મધર્મ, સર્વજ્ઞ પ્રભુનો માર્ગ અત્રે કહ્યો તે જ છે બાહ્યનાં લિંગ, વેષના ભેદ, ઊંચ-નીચત્વનો ભેદ પરમાર્થતત્ત્વમાં નથી; કારણ કે વીતરાગદશાની સાધક ભૂમિકામાં અન્યથા બાહ્યાચરણ લિંગ હોય નહિ; જેવું જિનાગમમાં કહ્યું છે તેવું જ હોય. જાતિ-વેષના વિકલ્પનો ભેદ વીતરાગમાર્ગમાં નથી. જે વસ્તુસ્વરૂપની યથાર્થ પ્રતીતિ કરે અને ન્યાય સમજે તેને ઊંચ-નીચપણાનો, કે સાંપ્રદાયિક વેશ વગેરેનો પ્રશ્ન ન રહે. તે સંબંધે જે સ્વરૂપ અને નિશ્ચયવ્યવહારની જ્યાં જેવી મર્યાદા છે ત્યાં તેને તે રીતે જાણે એવો સ્વ-પર પ્રકાશક સમ્યજ્ઞાનનો સ્વભાવ છે. તે હેય-ઉપાદેયને સમજે છે, અને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તેને યથાસ્થાને, વિવેકથી જેમ ઘટે તેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ ચારે પ્રકારે જાણે છે. ન્યાય માર્ગમાં જે સહજ મોક્ષમાર્ગસાધકદશા અત્રે કહી છે, તેની ભૂમિકા પ્રમાણે પાંચ મહાવ્રત વગેરે બાહ્યવ્રતના શુભ વિકલ્પ આવે તે પણ બાહ્ય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #383 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૮] [૩૫૭ લિંગ અનિત્ય છે, આશ્રય કરવા યોગ્ય નથી પણ એ હોય છે. એવા શુભ વિકલ્પ તજી નિર્વિકલ્પ થાય તે સાચું મુનિપણું છે. દેહનો નગ્ન વેશ વગેરે ૨૮ મૂળ ગુણ એ મુનિપણાના વિકલ્પ છે ખરા પણ એ બધા વિકલ્પ આત્માથી પર છે, અનિત્ય છે આત્મા સિદ્ધ સમાન છે. તેવા શુભ વિકલ્પો કરવા તે પણ રાગનો ભાગ છે. તે રાગના ભાવરૂપ વિકલ્પ છોડીને, રાગરહિત શુદ્ધ જ્ઞાયકસ્વભાવમાં સ્થિર થઈ જવાનું સમયસારમાં શ્રીમદ્ કુંદકુંદાચાર્ય ભગવાન કહે છે. આત્મા સિદ્ધ સમાન છે, વીતરાગસ્વભાવી છે તેનો વિચાર એટલે જ્ઞાનનો વિકલ્પ પણ છોડો, અને તે સંબંધી દઢતા અને જ્ઞાન છોડો એમ કહેવું નથી. સ્વભાવ છોડવો એમ કહ્યું નથી. અભેદ સ્વરૂપનું ભાન થયા પછી જે કંઈ રાગાદિ વિકલ્પ આવે છે તેનાથી મુક્ત એટલે બાહ્ય-આત્યંતર પરિગ્રહથી જે મુક્ત થાય છે, તેને નિગ્રંથ-મુનિપદ હોય છે. તે સાધકદશા મોક્ષમાર્ગમાં હોય જ છે. તત્ત્વસ્વરૂપને ઓળખવા માટે શ્રીમદે બાહ્યવેશ કે સંપ્રદાયની વાત મુખ્ય લીધી નથી. આ છ પદનો વિચાર કરવાથી જીવને યથાર્થપણું સમજાય છે; પણ તે માટે શરૂઆતથી સાચી જિજ્ઞાસા હોવી જોઈએ. એ માટે પહેલી ગાથાથી આ ગાથા સુધી ક્રમબદ્ધ ઘટના જણાવી છે; અને પોતાની કેટલી તૈયારી પાત્રતા જોઈએ તે હવે પછીની ગાથામાં જણાવી છે. ૧૦૭ જીવની પોતાની કેવી પાત્રતા જોઈએ એ હવે કહે છે : કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, અંતર દયા, તે કહીંએ જિજ્ઞાસ. ૧૦૮ પ્રથમ ૩૮ મી ગાથામાં “પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ” એમ કહ્યું હતું. અહીં કહે છે કે આત્મા તન્ન શુદ્ધ અકષાયસ્વરૂપ, પૂર્ણ પવિત્ર છે. તે વીતરાગસ્વરૂપની પ્રતીત, ઘણા ક્રોધ, માન, માયા, લોભવાળાને કેમ થાય? ન થાય. માટે આવી પાત્રતા પ્રથમ કહી છે. જે કોઈ શરીરની સગવડતામાં જ આખો રોકાઈ ગયો હોય, ખાવું, પીવું પાંચ ઇન્દ્રિયોના ૨૩ વિષયોના પોષણમાં સુખ મનાયું હોય, તેમાં પ્રેમ હોય, તેનાથી પોતાનું જીવન ઠીક મનાયું હોય, તેને આત્મા દેહાદિથી ભિન્ન છે, પરથી-રાગથી જુદો છે તે વાત કેમ બેસશે? ખંડનો ઘણી ચક્રવર્તી રાજા, જેને આત્મસ્વરૂપની અંશે સ્થિરતા છે, અંતરમાં મહાન વૈરાગ્યદશા છે, તેને જોકે બહારથી પુણ્યનો મોટો ઠાઠ છે, છતાં વિષયોમાં વૃદ્ધિપણુ-લોલુપતા જરાય હોતી નથી. તે બધા સંયોગોને પૃથ્વીપિંડ સમાન પુદ્ગલના નાટક જાણે છે. તેનો આહાર, વિહાર અને વૈભવના ઠાઠ જોનાર-વાંચનારને આશ્રર્ય થઈ જાય છે કે આ તો અમારા કરતાં ઘણા વિષયો ભોગવે છે. બાહ્ય નિમિત્તાધીન દષ્ટિવાળા માને અને કહે કે જ્ઞાની આવા હોય !! પણ તે ધર્માત્મા રાજ્યના સંયોગમાં બહારથી દેખાય છે, ખરી રીતે તે સંયોગો સંબંધીનું પોતાનું જ્ઞાન કરે છે, તે જ્ઞાનની શાંતિ ભોગવે છે. તે બાહ્ય સંયોગોનો ભોક્તા કદી પોતાને માનતો નથી. રાજ્યાદિ-સંયોગ છે છતાં નથી કારણ કે સમ્યગ્દષ્ટિ તે વીતરાગદષ્ટિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #384 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે, એમ અભિપ્રાયમાં યથાર્થપણે પરને જતું કર્યું છે. અને નિગ્રંથ મુનિપદ-પૂર્ણ વીતરાગચારિત્રની ભાવના ભાવે છે. અનિચ્છક હોવાથી પૂર્વ પ્રારબ્ધ કર્મની નિર્જરા થાય છે. પણ જેને આત્મજ્ઞાન નથી અને બાહ્યથી બીજાની ચેષ્ટા જોવી છે, રાગ અને પુણ્યમાં મોક્ષનો ઉપાય માને છે, તેને અભિપ્રાયનું ભાન નહિ હોવાથી, આત્મા રાગરહિત પરથી જુદો છે તે ન્યાય નહીં સમજાય. શાસ્ત્ર સાંભળશે તો પોતાની દૃષ્ટિ મુજબ તે ખતવશે પોતાને અંતરંગ કષાય કેટલા ઘટયા છે તેની સાક્ષી કોણ આપે? કષાય મારો નથી એમ આત્માના લક્ષે કષાય પાતળા પાડયા વિના મુમુક્ષુતા-આત્માર્થિતા હોય નહીં. રાગ, દ્વેષ, તૃષ્ણા, લોભ, મમત્વ જેને જરાય છોડવા નથી, છતાં આખા મોક્ષની વાત કરવી છે અને બીજાના દોષ જોવા છે, તે જીવો સ્વચ્છંદી છે. જેને યથાર્થ પાત્રતા પ્રગટ કરી છે. તેના જન્મ અલ્પ હોય છે, તે આત્માર્થીની પવિત્ર દશા કેવી હશે તે વિચારો. કોઈ કહે કષાયની ઉપશાંતતા પછી થશે, આપણે હમણાં મોક્ષની વાત કરોને! પણ પ્રથમ ભૂમિકા તો તૈયાર કરો ! સંસારમાં દેહાદિમાં સુખબુદ્ધિ છોડી માનાદિ કષાયનો ઘટાડો કર્યો વિના અંતર વૈરાગ્ય હોય નહિ, ઊંધા જીવો અધ્યાત્મશાસ્ત્ર સ્વચ્છેદે વાંચીને પોતાની દૃષ્ટિએ તેને ખતવશે. તે ઊંધું વેતરાય તેમાં કાંઈ જ્ઞાનીનો દોષ નથી. અત્રે “પાત્ર પ્રભુતા પ્રગટે' એ માટે યથાર્થ મુમુક્ષુતાનાં લક્ષણો કહેલ છે કે ક્રોધાદિ કષાય જેના પાતળા પડયા છે, માત્ર આત્માને વિષે મોક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા નથી, સંસારના ભોગ પ્રત્યે ઉદાસીનતા વર્તે છે, અને ઇન્દ્રના સુખ પણ ઝેરના પ્યાલા જેવા જાણે છે તેને પાત્રતા કહેવાય. પણ પુણ્યનો ભવ સારો એવી જેની તૃષ્ણા છે, તેને અનંત ભવ કરવાનો ભાવ ઊંડાણમાં છે. આત્માની પવિત્ર દશા તે અપૂર્વ નિર્દોષતા છે, તે કાંઈ વાતો નથી. કોઈ નિશ્ચયાભાસી બોલે છે કે – “પુણ્યનાં ફળ તો જડ પદાર્થનો ગુણ છે. આત્મામાં તેનું કર્તા-ભોક્તાપણું નથી, તે વિષયો કંઈ બંધનું કારણ નથી; માટે તેનો ત્યાગ કરવાનો દ્વેષ ન કરવો, આપણે તો જ્ઞાતા છીએ તેને ભોગવવામાં આત્માને દોષ નથી, પૂર્વના ભોગાવળી કર્મનો ઉદય છે, જે થાય છે તે ઉદય છે, ઉદયને કોણ રોકી શકે?” તેઓ પુરુષાર્થહીન થઈ સ્વચ્છેદના વાક્યો બોલે છે. એ પ્રમાણે નિશ્ચયાભાસમાં વર્તે તે અજ્ઞાની છે. ધર્માત્માને પુરુષાર્થની નબળાઈથી અલ્પ કષાય કે સંસારપ્રસંગનો યોગ હોય તે જુદી વાત છે. તેમાં લેશ પણ અહંત્વમમત્વબુદ્ધિ ધર્માત્માને હોતી નથી, પણ નિત્યજ્ઞાન ચેતનાનું જ સ્વામીત્વ વર્તે છે. ચૈતન્યની જાગૃતિના ભાનમાં ધર્માત્માને ચક્રવર્તી પદ આવ્યાં હોય છતાં, ઉકરડે ફૂલ અને વિષ્ટા જેમ સરખાં માને છે તેમ, ચક્રવર્તી પદ કે બીજાં સંસારીપદને તે તુચ્છ માને છે, પૂર્ણ વીતરાગપદની ભાવના ભાવે છે. પોતાને વિષયો પ્રત્યે અતિ ઉદાસીનતા છે, છતાં બહારથી સંસાર, વ્યાપાર, આદિ યોગ દેખાય પણ તે વિચારે છે કે આ ક્ષણે આ રાગ ટળી જાય તો ક્ષણવાર સંસારમાં ઊભું રહેવું નથી, એવી સંસારથી ઉદાસીનતા વર્તે છે. તેને સર્વ પ્રાણી પ્રત્યે અકષાયકરૂણાબુદ્ધિ વર્તે છે; તેવા જીવને મોક્ષાર્થી કહીએ. ગાથા ૩૮ માં પ્રાણી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #385 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૮] [૩૫૯ દયા કહી, અહીં અંતર દયા કહી છે. સર્વજ્ઞ વીતરાગે છકાયની દયા કહી છે. તેનો ન્યાય સમજો તો છકાયના જીવમાં પોતાનો આત્મા પ્રથમ છે, તેનો સૌથી પ્રથમ જ વિચાર કરવો. પોતાની દયા આત્માથી ચિંતવવી કે અરેરે! સમયે સમયે મારા જ્ઞાનગુણનો ઘાત થાય છે, તેની રક્ષા હું કરું. પરની રક્ષા કરવી કોઈના હાથમાં નથી માટે બધાએ પોતાનો વિચાર કરવો અને દરેક સમયે પવિત્ર જ્ઞાયક સ્વભાવની રક્ષા (સાવધાની) કરવી તે જ સુખનો ઉપાય છે, તે જ અહિંસા શ્રીમનો એક પત્ર છે તેમાં વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જિતેન્દ્રિયપણું- આટલા ગુણ જેનામાં હોય તે તત્ત્વ પામવાને લાયક છે,” એમ કહ્યું છે. વિશાળબુદ્ધિ એ અનેકાંતબુદ્ધિ છે, મધ્યસ્થતા એ સમ્યગુણ છે, અને જિતેન્દ્રિય એ ચારિત્રગુણ છે. સાચા સુખનો અર્થી શમ, સંવેગથી વિચારે છે કે હું અનાદિ કાળથી મારી ભૂલના કારણે રખડું છું, અને એવા અધિકારી જીવને પોતાની દયા આવે છે; એમાં આખા જગતની દયા આવી છે. ધર્માત્મા જ તીર્થંકર ભગવાન થઈ શકે છે. તેમના નિમિત્તથી જગતના લાયક જીવોને મોટો ઉપકાર થાય છે અને અનંત કાળની અનંત હિંસા ટાળવાનું નિમિત્ત તેઓ થાય છે. અનુકમ્પા બે પ્રકારે છે :- (૧) અકષાય, (૨) સકષાય. બહારના પ્રાણીની દયા તે ઉદયભાવ છે, મનના શુભરાગ સંબંધી તે પુણ્ય-પરિણામ છે, તે નિજગુણને લાભ કરતા નથી. બાહ્યવ્રત, તપ, પૂજા, ભક્તિ, છકાયના જીવોની દયા એ આદિ શુભ પરિણામ કરીને જીવે અનંત વાર નવ રૈવેયક સુધીના દેવના ભવ કર્યા, છતાં અજ્ઞાનભાવના કારણે પુણ્યમાં અટકવું થયું. શુભભાવની કરુણાથી પુણ્યમાં અટકવું થાય છે, માટે શુભભાવની કરુણા ઉપાદેય નથી, તે સકષાયકરુણા છે. ખરી અનુકમ્પા એટલે સ્વભાવને અનુસરીને કમ્પવું, કે હે જીવ! હવે ભાવમરણની અશાન્તિથી થાક, તે કર્તુત્વ-મમત્વ રહિત અકષાયકરૂણા છે, અને તે સ્વદયા (રક્ષા) છે. અકષાયભાવમાં એવી સાવધાની રાખવી કે અલ્પ પણ કષાય કે ભાવહિંસા ન થાય, અને તેમાં જ જ્ઞાનબળનો પુરુષાર્થ નિત્ય કરતા રહેવો તે જ કર્તવ્ય છે, બીજું સંસારનું-પદ્રવ્યનું કોઈ કાર્ય પોતાને હાથ નથી. જ્ઞાનીનો સહજ સ્વભાવ જ્ઞાતાદ્રષ્ટાપણું છે. સાધ્ય પૂર્ણ આનંદ સ્વરૂપ અને તેનું સાધન અંશે અબંધ દશા છે. શિષ્ય પોતે શમ, સંવેગ, અનુકમ્પા, આસ્થા સહિત છે, અને આલોચના સહિત સમાધાન કરવા આવ્યો અને સમાધાન કર્યું છે. સ્વભાવપ્રયોગી શિષ્યની આ વાત છે. મુમુક્ષુએ પોતાની આવી પાત્રતાનો વિચાર કરવો. સ્વતત્ત્વને પકડીને પ્રશ્ન કરે તેવો જિજ્ઞાસુ શિષ્ય આત્મબોધને પામી શકે છે. ગુજરાતી ભાષામાં આ અદ્ભુત સન્માર્ગની શૈલી છે, પણ તે કોણ સમજી શકે? કોઈ પોતાના સ્વચ્છેદે મત-પક્ષનો આગ્રહ રાખીને વાંચે તો તે ઊંધું ખતવી બેસે છે. માટે મધ્યસ્થતા, સરલતા, વિશાળબુદ્ધિ અને જિતેન્દ્રિયપણું એ ગુણોનો ઉલ્લેખ કર્યો છે, તેનું ખાસ લક્ષ રાખવાનું છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #386 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૦] | [ ભગવાન શ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા [ તા. ૨૧-૧૧-૩૯]. આત્મા પરમાર્થે પૂર્ણ શુદ્ધ, સ્વાધીન, અસંગ તત્ત્વ છે. તેની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્રતાનું નામ મોક્ષ છે મુમુક્ષુ જીવને પ્રથમ શમ, સંવેગ આદિ ગુણો, કષાયનું પાતળાપણું અને સંસાર પ્રત્યે ઉદાસીનતા હોવાં જોઈએ. પુણ્યાદિ કોઈ પણ પરવસ્તુની ઇચ્છા-પરાધીનતા આત્મામાં નથી. મારે મારું પૂર્ણ સ્વાધીન સ્વરૂપ જ જોઈએ. બીજાં નહિ, એવી તેની ભાવના હોય છે. સ્વર્ગની, પુણ્યની, ઇન્દ્ર કે ચક્રવર્તીનાં સુખની ઇચ્છા હોય તો મોક્ષની રુચિ નથી. માટે પ્રથમ આ ગુણોની પાત્રતા જોઈએ. કહ્યું છે કે પ્રથમ જો કષાય-મમતા ઘટાડે નહિ તો તદ્ગ મુક્ત, શુદ્ધ, અસંગ એવા આત્માની માત્ર મોક્ષ અભિલાષા” નથી. આત્માર્થીને પરની કાંઈ ઇચ્છા ન હોય. તે એવી ભાવના ભાવે કે, મારો સ્વભાવ પૂર્ણ શુદ્ધ શક્તિરૂપે છે, તે પ્રગટ કરું તેમાં વચ્ચે કંઈ ઉપાધિનો સ્વીકાર ન જોઈએ. બીજા માટે ભલું કરવા ઊભો રહું એવી શુભ મનની બુદ્ધિ પણ ન જોઈએ, એવી માત્ર મોક્ષ અભિલાષમાં પારકું કાંઈ કરવું ગ્રહવું છોડવું આવતું નથી, કેમકે હું બીજાનું કાંઈ કરી શકું તેવું મારું સ્વરૂપ નથી. પ્રશ્ન :- તીર્થકર ભગવાન થનાર આત્માએ એવી ભાવના કેમ કરી કે “સર્વ જીવ કરું શાસનરસી, એવી ભાવ દયા મન ઉલસી.” ઉત્તર :- “હું બધા જીવોને આત્મધર્મ પમાડું” એ વચન પાછળ પોતાનો શુદ્ધ સ્વરૂપનો વિકાસ થવાની દૃષ્ટિ છે. તેમાં બહારના નિમિત્તનો ઉપચાર છે. હું પરને આમ કરી દઉં એવી ઇચ્છાને કોઈ ઠીક માનતા હોય તો તેનો અર્થ એમ થાય છે કે જ્યાં સુધી પરજીવો ધર્મ ન પામે ત્યાં સુધી હું મારા સ્વરૂપમાં સ્થિર ન થાઉં, પવિત્ર ન થાઉં, એટલે મારે મારો મોક્ષ ન કરવો એમ થયું. એવા અભિપ્રાયમાં મોક્ષ કરવાની રુચિ ક્યાં આવી? પોતાને જે પૂર્ણની રુચિ છે, તેમાં વાર લાગે-કાળ જાય તેવી ભાવના ન હોય. “રુચિ અનુયાયી વીર્ય.” કોઈ વસ્તુનું પોસાણ આવ્યું પછી વાયદો કરવો કે તે હમણાં ન મેળવું, જતું કરું એમ ન જ બને. “માત્ર મોક્ષ અભિલાષ” તેમાં રાગની વૃત્તિનો શુભભાવ પણ હોય છે, છતાં જ્યાં સુધી સ્થિર દશા પૂર્ણ નથી ત્યાં લગી હું બીજાને ધર્મ પમાડવામાં નિમિત્ત થાઉં, અહો આવો ઉત્તમ ધર્મ જગતના જીવો સમજી જાય તો ઠીક વગેરે શુભ વિકલ્પ આવી જાય, પણ તે અસ્થિરતા છે, દોષ છે, તેનો આદર પરમાર્થમાં કેમ હોય? “પૂર્ણ થાઉં' એ પૂર્ણ વીતરાગદશાનો પ્રેમ તે સ્વભાવની પૂર્ણતાની અભિલાષા (અતિરૂપે) છે, અને “ભવે ખેદ” તે આખા સંસાર પ્રત્યે અરુચિ, ઉદાસીનતા છે એટલે સ્વતત્ત્વમાં પરની નાસ્તિ છે. તેમાં અમુક શુભ પરિણામ કરું, પુણ્યનો ભાવ કરું એવો ભાવ ન આવ્યો. જરા પણ શુભ-અશુભ વૃત્તિ આવે તેનો પણ નકાર છે, આદર નથી. છતાં ચારિત્રમાં વિશેષ સ્થિરતા નથી ત્યાં લગી તે પ્રશસ્તરાગ દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપ( વીતરાગસ્વરૂપ ) નું બહુમાન કરે છે, પણ તેમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #387 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૬૧ રાગનો રાગ નથી. સ્વાધીનતાનો પ્રેમ, રુચિ અને સંસારનો ખેદ રહે છે. તેમાં આખા સંસારનો અભાવ ક૨વાની ભાવના છે. શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૦૯ ] * “ સત્ત્વેષુ મૈત્રી” એટલે કે પોતાની મૈત્રી-તે પોતાની સાથે એકત્વપણું છે. અનુકમ્પા તે પોતાના અકષાય પવિત્ર તત્ત્વનો ઘાત ન થવા દેવાની સ્વદયા છે, રાગાદિ શુભ-અશુભ વૃત્તિ કર્મભાવ છે, તેમાં ન ટકવું તે અંતરની સ્વરૂપદયા છે. હે જીવ ! તારું શું થશે ? અનંતા જન્મ-મરણનાં કલેશથી હવે થાક! આ ગુણ જેને હોય તેને જિજ્ઞાસુ જીવ કહીએ. એક ૨જકણથી માંડીને વૈમાનિક દેવની ઋદ્ધિ તુચ્છ માને છે, અને પૂર્ણ શુદ્ધ સ્વભાવ પ્રગટ કરવાની જેને અભિલાષા છે તે જિજ્ઞાસુ છે. આવી જિજ્ઞાસા પોતામાં છે કે નહિ તે અંત૨ને પૂછી જાઓ. ૧૦૮ ઉપ૨ કહ્યા તેવા જિજ્ઞાસુને સદ્ગુરુયોગ થાય જ અને સમકિત પામે જ એમ હવે બતાવે છેઃ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોધ; તો પામે સમકિતને, વર્તે અંતર શોધ. ૧૦૯ ૧૦૮ ગાથા સુધી વાત કરીને આ ગાથામાં જણાવે છે કે, આવી મુમુક્ષુતા જેના હૃદયમાં ઊગી છે તેને સદ્ગુરુનો યોગ થાય જ. જેમ ગીરના જંગલમાં વનસ્પતિના અંકુરા જીવવા માટે ઊગ્યા છે, તે લાંબું આયુષ્ય લઈને આવ્યા છે, તેથી તેના ઉપર વ૨સાદ આવવો જ જોઈએ. ગીરના પ્રદેશમાં વરસાદ આવે જ, અને એ બીજ ઉ૫૨ પાણી પડે, ઠરે, અને એ અંકુરા ફૂટે, ફાલે, તેમ આવા જિજ્ઞાસુ જીવને સદ્ગુરુનો યોગ, અને વરસાદરૂપી સદ્બોધની અમૃતધારા છૂટે છે, અને તે લાયક (પાત્ર) જીવ આત્મજ્ઞાનદશા પામે છે. મેઘકુમારના અધિકારમાં વાત આવે છે કે, ધારિણી નામે માતાના ગર્ભમાં (માતાધારિણી = આત્મા શું છે એ ભાવના ધારી રાખી છે) મેઘકુમા૨નો જીવ આવ્યા પછી ત્રણ મહિને ધારિણી માતાને અદ્ભુત ભાવ ઊપજ્યો કે પંચવર્ણી વાદળાં અને અકાળે મેઘવૃષ્ટિ થાઓ અને અંકુરા ફૂટો, ધોધમાર વરસાદ વ૨સો. તેનો ૫૨માર્થ એમ છે કે મેઘકુમા૨ જે હાથીના ભવે દાવાનળ જોઈને આવ્યા છે તે એવી ભાવના કરે છે કે હું બહાર નીકળું કે ધોધમાર વરસાદરૂપ દિવ્યધ્વનિ વડે, તીર્થંકર ભગવાનના સદ્બોધના ઉપદેશની અમૃતધારાનો ધોધ છૂટો. મારી અનંત કષાયની અગ્નિને ઓલવનાર, તીર્થંકર ભગવાનની સાક્ષાત્ દિવ્યધ્વનિ સાંભળવાનાં ટાણાં આવ્યાં છે, મોક્ષને કાંઠે આવેલો આ પ્રાણી અનંત ભવના દાવાનળ-સંસારના તાપને ટાળી હવે ભવ નહિ, ભવનો ભાવ નહિ, એવી મોક્ષસ્વરૂપ પામવાની તૈયારી લઈને આવ્યો છે. અંકુરા ફૂટેલા જાય ક્યાં ? તે પાણીને ખેંચી લે છે. સર્વે જ્ઞાનીઓનું કથન છે કે ઉપાદાનની યોગ્યતા થતાં બધાં નિમિત્ત હોય જ ! પાત્ર જીવને સદ્ગુરુનો બોધ મળે જ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #388 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૨] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પાત્ર પ્રભુતા પ્રગટે જ, તે જાતની પાત્રતાની ખાતરી પોતાને વિરોધ રહિત થવી જોઈએ. સાધન ન મળે તેમાં પોતાનો વાંક છે. મુમુક્ષુ જીવનું ઉપાદાન (પાત્રતા) તૈયાર થાય તેમાં સહેજે એવું પુણ્ય બંધાય છે તે લોકોત્તર પુણ્યના નિમિત્ત, સાક્ષાત્ સત્પરુષ તીર્થકર ભગવાન વગેરે સત્સમાગમનાં નિમિત્તો, અને સદ્ધોધનું શ્રવણ મળ્યા વિના ન રહે. જેણે સંસારને પૂંઠ દીધી તેને આખો લોક ઉપકારી નિમિત્ત છે. જિજ્ઞાસુને પોતાનું સમ્બોધરૂપ આખું શુદ્ધ સ્વરૂપ શું છે, અને તેનો શું ઉપાય છે, તેનું જ એક લક્ષ છે, તેથી તેને સદ્ગ-યોગ મળે જ. આગળ કહ્યા તેવા આત્માર્થી સુલક્ષણવાન જીવને, સદ્ગુરુનો જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તેને સત્ શ્રવણ કહેવાય છે. તે સદ્ગનો ઉપદેશ થતાં પોતાને અંતરમાં બેસે કે આત્માનું વાસ્તવિક સ્વરૂપ આમ જ છે, એવો નિઃસંદેહ ભણકાર આવે છે, તેને અવ્યક્તપણે કારણ પ્રગટ થાય છે, અને દેઢ રુચિ વધે છે, તેને “વર્તે અંતરશોધ” એવા આત્મસ્વરૂપનો આદર થાય છે. પૂર્ણ પવિત્ર સ્વાધીન સત્ શું, એવા એક જ લક્ષને વળગીને તે અંતરની શોધમાં વર્તે છે, અને તેથી આ ચૈતન્યમૂર્તિ પવિત્ર જ્ઞાનસ્વરૂપ જે નિરૂપાધિક તત્ત્વ છે, તેનું ભાન તે મુમુક્ષુ અવશ્ય પામે છે. અહીં સુવિચારણા એટલે આત્મબોધનું મનન તેને સાધન કહ્યું છે. સમ્યગ્દર્શનનું સાધન શું તે “વર્તે અંતર શોધ” એ પદમાં મૂકી દીધું છે. અહીં બહારથી સાધન કહ્યું નથી. બહારથી તો નિમિત્ત આખું જગત તારા ભાવ મુજબ તૈયાર છે. પુરુષનો ઉપદેશ લાયક આત્માને જ હોય છે. દરેક આત્મા પૂર્ણ પવિત્ર જ્ઞાતાદ્રષ્ટા ચૈતન્યમાત્ર છે, તેમાં પારકું કરવાનું આવે નહિ. માટે આત્માને ઓળખ, આત્મામાં આત્માની શ્રદ્ધા કર, એ વચનનો આશય શું છે તેનું યથાર્થ મનન કરે તો સમજાય કે મારો આત્મા પરથી ભિન્ન નિર્દોષ શાંત છે, પવિત્ર જ્ઞાનાનંદમય અવિનાશી છે અને તે એમ જ છે, એવી અફર શ્રદ્ધારૂપ સમ્યક પ્રતીતિ તેને થાય છે એટલે કે પૂર્ણતાને લક્ષે વર્તમાનમાં સત્ય પુરુષાર્થની શરૂઆત થાય છે. જેને જિજ્ઞાસા ને પાત્રતા છે, તેને સદ્ગસ નિમિત્ત અવશ્ય મળે જ. શિષ્યને પોતાનો નિર્દોષ ગુણ પોતાની સાચી સમજણથી પ્રગટયો છે, છતાં તે ધર્માત્મા શિષ્ય, અતિ નિર્માની થઈને શ્રીગુરુનું બહુમાન કરે છે. અને કહે છે કે પ્રભુ! હે નાથ ! હે સદ્ગુરુ! આપે જ મને જીવતદાન આપ્યું, આપે આખો આત્મા આપ્યો, એમ વિનય કરે છે. તે પરમાર્થે પોતાનો વિનય છે, અખંડ સત્નો આદર છે. પોતાના ગુણનું બહુમાન થતાં પોતે સદ્ગને અર્પણતા કરે છે, અને નિર્માનતા પ્રગટ કરે છે, તે જ ગુણીનું (આત્માનું) માહાભ્ય છે. ૧૦૯ હવે શુદ્ધ (સાચું) સમકિત કોણ પામે તે કહે છે : મત દર્શન આગ્રહું તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #389 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૬૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૧] સદ્ગુરુએ કહેલા માર્ગનું યથાર્થ લક્ષ કરીને સદ્ગના લક્ષે વર્તે (અને અસાર જેટલા પ્રસંગ તેનું લક્ષ છોડી દે) તે શુદ્ધ સમકિતને પામે. હકારથી વાત કરી છે પણ જ્યાં સની અતિ કહી ત્યાં અસની નાસ્તિ થઈ ગઈ. “મત-દર્શન આગ્રહું તજી” તે પદનો અર્થ સમજો. મત એટલે પટાભેદના દુરાગ્રહ, અને દર્શન એટલે મિથ્યા અભિપ્રાય; તે છોડીને એટલે કે ખોટાની પકડ મૂકીને, સરલતાથી સદ્ગના લક્ષે વર્તે તે શુદ્ધાત્માનુભવરૂપ શુદ્ધ સમકિતને પામે, તેમાં ભેદ એટલે પક્ષપાત નથી. સર્વજ્ઞ ભગવાનના પાદમૂળે, તેમના સાક્ષાત્ ઉપદેશથી, લાયક જીવ ક્ષાયિક સમકિત પામે છે; તથા અન્ય જ્ઞાની સદ્ગુરુના યોગથી જીવને શુદ્ધ સમકિત અને યથાર્થ સ્વાનુભવ થાય છે. એટલે કે અતીન્દ્રિય આનંદમૂર્તિ આત્મા કેવળ જ્ઞાયક અવિકારી છે, તેની નિરાકુળ શાંતિનું સ્વસંવેદન પોતાને પ્રત્યક્ષ થાય છે. આ વાત કહી તેમાં ભેદ કે પક્ષ નથી અને સ્વ સ્વરૂપમાં પણ ભેદ નથી. આ દશામાં આ વાત આમ-છે, આમ નથી; એ આદિ સર્વ વિકલ્પની વૃત્તિ પણ ટળી જાય છે અને નિર્મળ નિરાકુળ પવિત્ર અપરિમિત (-બેહદ) આનંદમય શુદ્ધ આત્માની પ્રતીતિ થાય છે. ૧૧૦ હવે સમકિતનું સ્વરૂપ કહે છે : વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ આત્મસ્વરૂપની પ્રતીત થવાથી જે શાંતિ, આનંદ અને સ્વરૂપનું લક્ષ થયું છે તેને અનુભવ કહેવામાં આવે છે. જે સ્વરૂપ ચિદાનંદમય છે તેને અનુસરીને, પોતાનો ઉત્સાહ સાવધાની પૂર્વક તે જીવને વર્તે છે. જે કંઈ રાગાદિ દેખાય છે તે હું નહિ, હું શુદ્ધ જ્ઞાનાનંદ પૂર્ણ છું, તે પૂર્ણતાને સાધ્ય કરવાનો એટલે કે પહોંચી વળવાનો પ્રયત્ન તેને વર્તે છે. ધ્યાતા, ધ્યેય, અને ધ્યાનની એકાગ્રતા ગુણસ્થાન મુજબ ઘણીવાર થયા કરે છે. શરૂઆતમાં પૂર્ણતાનું લક્ષ એટલે સ્વરૂપનું ભાન થઈ ગયું તેને, તેનું જ્ઞાન અંદરમાં લબ્ધરૂપે ટકી રહે છે. જેવું પૂર્ણ સ્વરૂપ માન્યું છે, જાણ્યું છે, અને જે આનંદનું ભાન થયું છે, તેનું લક્ષ અને પ્રતીત અખંડ રહે છે. પોતાનું વલણ, ઉત્સાહ, રુચિ તે શુદ્ધ આત્માના અખંડ જ્ઞાયક-સ્વભાવમાં અવિચ્છિન્ન ધારાથી વહે છે. ત્યાં પરમાર્થે સમકિત છે. જે વખતે આત્મનો આનંદ પ્રત્યક્ષ નથી તે વખતે, ભાવશ્રુતજ્ઞાનના ઉઘાડમાં લબ્ધરૂપે એટલે પ્રાણિપણે છે, તથા સ્વાનુભવ વખતે આનંદ પ્રત્યક્ષ પણ છે. સાધ્ય સ્વયં-શુદ્ધ આત્મસ્વરૂપ છે તેનું લક્ષ છે અને વર્તમાનમાં તે પૂર્ણદશારૂપ થવાનો પુરુષાર્થ (વ્યવહાર) વર્તે છે. નિર્વિકલ્પદશાના પ્રત્યક્ષ આનંદ વખતે સમકિત ઉપયોગરૂપે છે, એટલે કે તે વખતે શ્રુતજ્ઞાનનું અભેદ પરિણમન છે. ઉપયોગરૂપ એટલે અનુભવરૂપ નિર્વિકલ્પદશા-સ્થિરતા સ્વરૂપની એકાગ્રતા વખતે હોય છે. તે દશા પુરુષાર્થ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #390 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા แ પ્રમાણે આગળ વધતી જાય છે. જેની પ્રતીતિ છે, તેનું લક્ષ છે અને એ અખંડ જ્ઞાન-પ્રવાહ વડે સ્વરૂપ પરિણતિમાં રહેવું તે જ આત્મધર્મ છે. અહીં “ વૃત્તિ વહે નિજ ભાવમાં ૫૨માર્થે સમકિત ” કહ્યું છે, તોપણ તે પૂર્ણ ચારિત્ર સહિત ૫૨માવગાઢ સમકિત નથી. સમ્યગ્દર્શનમાં ભેદ-ભંગ નથી, પણ ચારિત્ર વગેરે ગુણ પ્રગટ થવાની દૃષ્ટિએ, સમકિતના બે અથવા ત્રણ પ્રકાર કહી શકાય છે :- (૧) કા૨ણરૂપ નૈગમનયે ઉપચારથી સમકિત, (૨) નિશ્ચયસમકિત (૩) ૫૨મ અવગાઢ સમકિત. ૧૭મી ગાથામાં “ સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ તેને કારણરૂપ ઉપચારથી વ્યવહા૨સમકિત કહ્યું છે. કેમ કે નિશ્ચયસમકિતનું કારણ છે, અને આ ૧૦૯-૧૧૦ ગાથામાં કહ્યું છે તે નિશ્ચયસમકિત છે એટલે શુદ્ધ સમ્યગ્દર્શન છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય એ ગુણો પૂર્ણ પ્રગટે તેવી વીતરાગદશા પ્રગટ ન થાય, ત્યાં સુધી ૫૨મ અવગાઢ સમકિત ન કહેવાય. સમકિતના ભેદ પાડયા તેથી કાંઈ પ્રતીતિમાં ફેર નથી, ભેદ નથી. જેવો આત્મા સર્વજ્ઞ વીતરાગ ભગવાનના જ્ઞાનમાં છે, એવો જ પૂર્ણ શુદ્ધ સ્વાધીન પોતાને માન્યો છે, માટે પ્રતીતિમાં આંતરો નથી; પણ ગુણો જે પૂર્ણપણે પ્રગટયા નથી એ અપેક્ષાએ ફેર પાડયો છે. શાસ્ત્રમાં કેવળજ્ઞાનીના સમ્યક્ત્વને ૫૨મ અવગાઢ સમ્યગ્દર્શન ૧૩ મે ગુણસ્થાને કહ્યું છે, કારણ કે ત્યાં બીજા ત્રણે ગુણો પૂરા ઊઘડી જાય છે. ૪ થા ગુણસ્થાને જે ક્ષાયિક સમકિત કહ્યું છે તે પણ સિદ્ધ ભગવાન જેવું જ નિર્મળ નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે પ્રગટયા પછી તે પાછો ન પડે એ દૃષ્ટિએ તેને ક્ષાયિક કહ્યું છે. જે દશા ઊઘડી તેમાં એટલે કે આત્મ-પ્રતીતિના ભાનમાં વિદ્મ આવવાનું નથી, અને પાછો પડવાનો નથી. આત્મા અખંડ તત્ત્વ છે; તેનું વાસ્તવિક સ્વરૂપ અહીં પ્રતીતિમાં આવ્યું છે, તે પૂર્ણની પ્રતીતિ અખંડપણે વર્તે છે. પૂર્ણ શુદ્ધ અવસ્થા હજી પ્રગટી નથી પણ ૫૨થી જુદાપણાનું પોતાને ભાન થયું છે. ૧૧૧ હવે સમકિતની નિર્મળ વધતી જતી ધારાથી કર્મના નિમિત્તથી થતા મિથ્યાભાસ, એટલે કે વિકલ્પ ટાળી વીતરાગદશા પ્રગટે છે એમ કહ્યું છે : વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨ તે સમકિતની વધતી જતી ધારાથી હાસ્ય, શોક, ચિંત, અતિ, રાગાદિ જે કંઈ વિકારી અવસ્થા છે તેને અને પૂર્વે ભ્રાંતિપણે કર્મબંધન કર્યું હતું તેને જ્ઞાનની સ્થિરતા વડે ટાળે છે. સ્વભાવસમાધિમાં એટલે કે સહજસ્વરૂપસ્થિરતામાં ટકવું, એવા સહજ ચારિત્રનો ઉદય થાય છે. ભગવાન આત્મા સહજ પૂર્ણજ્ઞાન સ્વરૂપ છે, તેનું યથાર્થ ભાન થયું એટલે કર્મને ટાળું એવો વિકલ્પ પણ સ્વામીપણે ન રહે. પોતાના સહજ સ્વભાવમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #391 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૩] [ ૩૬૫ રાગરહિત ઠરે છે, એટલે રાગાદિ કર્મ ટળી જાય છે. હઠથી ત્યાગ-વૈરાગ્ય કે સમાધિ નથી. હઠ કા૨ણ અને સહજ કાર્ય એમ ન બને. લોકો પુણ્યયોગ તથા ઉઠયોગ વગે૨ે બીજાને મોક્ષનું કા૨ણ માને છે તે કૃત્રિમ છે. જ્ઞાન સિવાય બીજું હું કરું છું એમ માને અથવા બાહ્યક્રિયા અથવા ત્યાગ કરું છું એવું અભિમાન ભલે કરે, પણ જ્ઞાન સિવાય બીજું કંઈ જીવ કરી શકતો જ નથી. જેને સ્વાભાવિક આનંદદશાનું લક્ષ નથી, તથા જેને સહજ જ્ઞાનદશા ઊઘડી નથી, તે વિજાતીય સાધનને વ્યવહા૨ માની તેવાં જડ સાધનનો પક્ષ કરે છે અને મૂઢતા વધારે છે, ત્યારે જ્ઞાની જ્ઞાનનો નિર્મળ વિવેક વધારે છે. તેને સહજ જ્ઞાનસ્વભાવની સમાધિ વધતી જાય છે, ત્યાં હઠ હોય નહિ. અનાદિ અનંત સ્વતઃ સિદ્ધ સહજ સ્વભાવનું ભાન અને અનુભવદશા જેને પ્રગટી, તેને એ જ જાતની પ્રતીત અને પ્રયત્ન હોય જ. ભાષામાં “ આમ કરવું ” એવા નિમિત્તરૂપ વ્યવહા૨શબ્દો આવે, પણ અંતરંગમાં જાણે છે કે વસ્તુ સહજ છે. રાગાદિનો યોગ પણ છે, છતાં નિર્દોષ અબંધદૈષ્ટિમાં પ્રકૃતિના નિમિત્તનો દ્વૈતભાવ ટકતો નથી. હાસ્ય, શોક, રાગ, દ્વેષ, કષાયથી થતા દ્વૈતભાવને ટાળના૨ની સળંગ અભેદ દ્રવ્યદૃષ્ટિ ઉ૫૨ તેની મીટ છે, તે જ ચારિત્ર છે અને પૂર્ણતાને પહોંચી વળવાનો તે જાતનો પુરુષાર્થ છે. બહારની ક્રિયાના આધારે આત્માનું ચારિત્ર નથી. મન, વાણી તથા દેહાદિની ક્રિયામાં કે શુભરાગમાં પણ ચારિત્ર ગુણ નથી. ચારિત્ર ગુણ તો જ્ઞાનની સ્થિરતા છે. જેમ ગોળથી ગળપણ જુદું ન હોય, તેમ ગુણ ગુણીથી જીદો ન હોય. બાહ્યત્યાગ-વૈરાગ્ય (મોહગર્ભિત વૈરાગ્ય ) થી, વસ્ત્રથી કે ટીલાં (તિલક) થી આત્માનો ધર્મ ન હોય. આત્માનો ધર્મ તો પ્રતીત અને તેથી થતી નિર્દોષ-પવિત્ર દશામાં છે. રાગના વિકલ્પ છોડીને સ્થિર થવું એટલે કે જ્ઞાનમાં જ્ઞાતાપણે ટકવું તે ચારિત્ર છે. સર્વશ ભગવાને કહ્યું છે તે સત્સ્વરૂપની યથાર્થ સમજણ તે ધર્મ છે; તેવી પ્રતીતિ સહિત શુદ્ધ આત્માની શ્રદ્ધાવડે કલ્પિત મતની ભ્રાન્તિ ટળી જાય છે; શુદ્ધ આત્માની શ્રદ્ધા કરી ત્યારથી તે રૂપ ચારિત્રદશા વધતી જાય છે, અને છેવટે રાગ-દ્વેષના ક્ષયરૂપ સહજ આનંદસ્વરૂપ વીતરાગપદમાં સ્થિત થાય છે. જેટલે અંશે રાગરહિત દશા થાય તેટલે અંશે રાગાદિનાં નિમિત્તરૂપ ૫૨વસ્તુનો યોગ જ ન હોય. રાગાદિ કષાયભાવમાં રુચિ રાખે અને કહે કે અમને પૂર્ણ શુદ્ધતાનું લક્ષ છે, એમ નામ માત્ર ધારણા ધારી રાખે તે સ્વચ્છંદી છે, તે વાત આગળ આવશે. ૧૧૨ હવે પૂર્ણ પવિત્ર અખંડ નિર્મળ જ્ઞાનદશા, કેવળજ્ઞાનનું બેદ ઐશ્વર્ય કેવું છે તેનું નિશ્ચયથી વર્ણન કરે છે. [ તા. ૨૨-૧૧-૩૯ ] કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ જિજ્ઞાસુને સદ્ગુરુની પ્રાપ્તિ થતાં સાધકદશાથી પૂર્ણ સાધ્ય સુધી ક્રમબદ્ધ વસ્તુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #392 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વરૂપની મર્યાદા કહી છે. “જીવ દ્રવ્ય એક પૂર્ણ અખંડ હોવાથી તેનું જ્ઞાન સામર્થ્ય સંપૂર્ણ છે.” આત્મા પૂર્ણ સ્વાધીન સહજ તત્ત્વ છે, તે નિશ્ચયથી પરને જાણતો નથી, પર જાણવાનો વિકલ્પ નથી. જેમાં અસ્થિરતા અને રાગ-દ્વેષની વૃત્તિ ટળીને, માત્ર નિજસ્વભાવનું અખંડ જ્ઞાન વર્તે છે, તે અહીં નિશ્ચયથી વાત લીધી છે. પરને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. તેથી વ્યવહારઉપચારથી, પર નિમિત્તથી ચૈતન્યનો મહિમા માનવો તે ઠીક નથી. બાહ્યદૃષ્ટિવાળા જગતના જીવોને લોકાલોક જાણવામાં આત્માનો મહિમા લાગે તે માટે નિમિત્તને જાણનારું જ્ઞાન છે એમ વ્યવહારથી કહ્યું છે. સર્વજ્ઞ પ્રભુનું ત્રિકાળજ્ઞાન લોકાલોકને જાણે છે; પણ જે પરનિમિત્તથી જ્ઞાનનો મહિમા કરે છે, અને પરને જાણે એમ નિશ્ચયથી માને છે, તેનો અર્થ એમ થાય છે કે ચૈતન્યમાં જાણે કાંઈ માલ (શક્તિ) નથી. લોકો વ્યવહાર પક્ષમાં તત્ત્વને બહુ તાણી જાય છે, માટે આમાં કેવળ નિશ્ચયથી કહ્યું કે “કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.” તેમાં પરને જાણવાનો વિકલ્પ નથી. પણ સહજ જ્ઞાનસ્વરૂપમાં પર નિમિત્ત, સમસ્ત વિશ્વ સહજપણે જણાય છે. જે અખંડ જ્ઞાયક શુદ્ધ સ્વભાવ પૂર્ણ શક્તિરૂપ હતો તે પ્રત્યક્ષ પ્રગટ થાય છે. આત્મગુણને વિઘ કરનાર નિમિત્ત ઘાતિકર્મનો સર્વથા અભાવ થતાં, સહજ સ્વાભાવિક પૂર્ણ કેવલજ્ઞાનદશા વર્તે છે. સર્વ આભાસ રહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ (કોઈ વખતે પણ ખંડિત ન થાય, નાશ ન પામે એવું) જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન-પૂર્ણ વીતરાગદશા પામ્યાથી, ઉત્કૃષ્ટ જીવનમુક્તદશા, દેહ છતાં જ અનુભવાય છે. “સંપૂર્ણ વીતરાગ થતાં સંપૂર્ણ સર્વજ્ઞ થાય છે” તેરમી ભૂમિકાએ ચાર ઘાતિકર્મોનો સર્વથા ક્ષય થતાં અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એટલે પૂર્ણ સર્વજ્ઞદશા પ્રગટ થાય છે. તે ક્ષણે ભાવમોક્ષ કહેવાય છે. પણ દેહ અને આયુષ્યની સ્થિતિ બાકી હોય. તે પૂરી થતાં ચાર અઘાતિકર્મનો અભાવ થવાથી દ્રવ્યમોક્ષ થાય છે. આમાં લોકાલોકના જ્ઞાનનું વર્ણન આવ્યું નહિ, કારણ કે નિમિત્તનો ઉપચાર નિશ્ચયમાં આવે નહિ. સ્વભાવનું સામર્થ્ય પૂર્ણપણે ઉઘડી ગયું, તેને પરના નિમિત્તથી ઓળખાવવું તે શોભનીય નથી. કેવળજ્ઞાનમાં જેવો પૂર્ણ સ્વભાવ છે તેવો જ ઉત્કૃષ્ટપણે, અખંડપણે પરિણમી ગયો છે. તેમાં પરનો ઉપયોગ કહેવો તે ઉપચાર છે. મોક્ષ પણ પર્યાય છે અને આત્મદ્રવ્ય ત્રિકાળી અનાદિ અનંત શુદ્ધ પારિણામિકભાવપણે છે. તે પ્રાપ્તની પ્રાપ્તિ છે, કંઈ સ્વભાવમાં નવું નથી. દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી જાઓ તો મોક્ષાવસ્થા નવી નથી, પર્યાયષ્ટિથી જુઓ તો મોક્ષાવસ્થા નવી છે. આત્મસિદ્ધિમાં ભાષા ઘણી સરલ છે; છતાં લોકોને સત્સમાગમની રુચિ વિના, પરીક્ષા વિના કંઈ કંઈ બીજાં સમજાય છે. શ્રીમદે કહ્યું છે કે – “જિનપ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિજ્ઞાન.” પોતાની દૃષ્ટિએ ન વિચારે તેને મૂંઝવણ રહે છે. કઈ અપેક્ષાએ સાધકસ્વભાવ ભેદરૂપ છે અને વસ્તુ સ્વરૂપ અભેદ છે વગેરેનો સ્વચ્છેદે વિચાર કરતાં અતિ મતિજ્ઞાન (ઘણા બુદ્ધિશાળી) પણ થાકે છે, અનેક અપેક્ષા વડે વસ્તુનો આશય સમજવામાં ન આવે તો, વસ્તુ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #393 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૪] [૩૬૭ સ્વરૂપનું પ્રતિપાદન કરનાર જિનપ્રવચન સ્વચ્છંદી જીવોને દુર્ગમ્ય લાગે છે, તેથી તેને હજારો શાસ્ત્રનું જ્ઞાન વૃથા છે, પણ એકવાર સ્વચ્છંદ છોડી જ્ઞાનીનો અભિપ્રાય સમજે તો અનાદિની ભ્રાન્તિ (મોહનિદ્રારૂપ અજ્ઞાન) નો નાશ થાય છે; અને છેવટે વીતરાગદશા થાય છે. ૧૧૩ એકવાર જીવ જ્ઞાનીનો અભિપ્રાય સમજે તો અનાદિનો મિથ્યાત્વભાવ દૂર થાય છે એમ હવે કહે છે : કોટિ વર્ષનું સ્વપ્ર પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ કરોડ વર્ષનું સ્વપ્ર ટાળી જાગૃત થવા માટે વધારે વખત ન જોઈએ. દષ્ટાંત એકદેશી હોય છે, તેની સાથે એટલો સિદ્ધાંત મેળવવો છે કે અનંતકાળથી અજ્ઞાન અંધકારરૂપ મોહનિદ્રા છે તેને સત્ય આત્મબોધ વડે ટાળી શકાય છે; અને અનાદિ કાળનો વિભાવ સાચું જ્ઞાન થતાં જ દૂર થાય છે. સામાન્ય જે પોતાનો સળંગ જ્ઞાન-દર્શનમય એકાકાર સ્વભાવ છે તેને છોડીને-ભૂલીને જીવે દેહાદિ નિમિત્તનો પોતામાં આરોપ કર્યો છે, રાગાદિ, દેહાદિ તથા પુણ્ય વગેરે મારાં છે એ રીતે કર્મભાવ-વિભાવમાં પોતાપણાની માન્યતાથી જીવ મિથ્યાત્વભાવ ચાલુ રાખે છે. આત્મજ્ઞાન થતાં (જેમ જાગૃત થતાં સ્વપ્ન ચાલ્યું જાય છે, દીપકનો પ્રકાશ થતાં અંધકાર ટળે છે તેમ) તે ભૂલ ટળી જાય છે, અહીં “વિભાવ” શબ્દથી મુખ્યપણે દર્શનમોહનો નાશ કહ્યો છે, અને ગૌણમાં ચારિત્રમોહનો નાશ કહ્યો છે. પોતાનો દોષ કર્મપ્રકૃતિ ઉપર નહિ ઢોળતાં પોતાથી ટાળવા આ ગાથામાં કહ્યું છે. પોતે પોતાના સ્વરૂપને અન્યથા માન્યું છે, તે ભૂલ પોતે કરી છે, નહિ કે તે ભૂલ કર્મ પ્રકૃતિ કરાવે છે. અહીં એમ કહે છે કે તું જ સ્વાધીનપણે ઊંધો પડયો તેથી પરવસ્તુમાં સુખ-દુઃખની અને મારાપણાની બુદ્ધિ તું કરે છે. તારી સ્વાધીનતા ભૂલી, વિભાવપણે અજ્ઞાનમાં સ્વચ્છંદપણે તારું પ્રવર્તવું થાય છે, અને જ્યારે યથાર્થ વસ્તુસ્વરૂપ તેં માન્યું, જાણું, ત્યારે સહજ સુખસ્વરૂપમાં સ્વાધીનપણે તારું પ્રવર્તવું થાય છે. અનંતકાળની ભૂલ એક સમય માત્રમાં ટાળી શકાય છે. એ જાગૃતિની એક પળ તે અનંત સંસારના મૂળનો નાશ કરનાર છે. પોતાને જે ભૂલ થાય છે તે સ્ત્રી, કુટુંબ, ધન, ધાન્ય વગેરે પરના કારણે થતી નથી. પર વસ્તુ કાંઈ જીવને પરિણમાવી શકે નહિ, કોઈ કોઈ ને પરાણે રાગ-દ્વેષ કરાવી શકે નહિ. ભૂલ પોતાના અજ્ઞાનના કારણે છે, સ્વાધીનપણે તું ભૂલ કરનારો હોવાથી તે પોતે સ્વાધીનપણે ભૂલ ટાળી શકે છે. હું પરાધીન છું, હું ભૂલવાળો છું એમ જાણ્યું કોણે? હું પરાધીન છું એ જાણનાર જ સ્વાધીન છે. જડની ક્રિયા જીવને આધારે નથી પણ પોતાના જ્ઞાનમાં ગુણ અથવા દોષ કરવો તે પોતાને આધારે છે. પોતે અનાદિથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #394 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૮] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અજ્ઞાનમાં ઊંધો હતો, તે સ્વયં સત્સમાગમ વડે જાગૃત થયો. કોઈ સાચો જિજ્ઞાસુ આત્માર્થી ભૂલ ટાળવા તૈયાર થાય, તેને સત્પરુષનો યોગ અવશ્ય થાય છે. બહારથી યોગ ન મળે તો અંદરથી યથાર્થ સમાધાન જાગે, અને તેથી પરવસ્તુમાં જે સુખબુદ્ધિ થતી હતી તે ટળે છે, અને અવિરોધપણે સ્વાનુભવ થાય છે. “આરોપીત સુખભ્રમ ટળ્યો ભાસ્યો અવ્યાબાધ.” રખડવામાં અજ્ઞાનમાં અનંતકાળ વીત્યો, પણ તે ભૂલ ટાળવામાં અનંતકાળ જોઈએ તો સ્વભાવની કિંમત શી? એક જ સમયમાં આત્મભાન થાય છે, પણ તેનું ફળ જાણતાં અસંખ્યાતા સમયની વાર લાગે છે, તેનું કારણ છબસ્થપણું છે. પૂર્ણ સ્વરૂપ જેવું છે તેવું જાણ્યું, માન્યું તે સાથે જ પૂર્ણતાને લક્ષ શરૂઆત થાય છે. વર્તમાનમાં સાધકસ્વભાવપણે શુદ્ધતાનો અંશ પૂર્ણમાંથી ઊઘડયો તે પૂર્ણને પહોંચી વળવાનો પ્રયત્ન (પુરુષાર્થ) વર્તે છે-થાય છે. જ્યારે આત્મા પોતાની શુદ્ધાત્મપરિણતિને એક જ સમયમાં જ્ઞાનમાં પકડી શકે ત્યારે, તે જ સમયે કેવળજ્ઞાન એટલે પૂર્ણ શુદ્ધ સર્વજ્ઞદશા પ્રગટ થાય છે. આત્મા અનાદિ અનંત છે, તેમાં દરેક સમયે પોતાનું સ્વાધીન બેહુદ સામર્થ્ય છે. તે એક જ સમયમાં પરિપૂર્ણ છે, અને ત્રિકાળ સત્ છે. વર્તમાન અવસ્થામાં પોતાની શુદ્ધતામાં સ્થિર થઈને પૂર્ણ સ્વરૂપનું લક્ષ કર્યું, ત્યારે પરના સંબંધ રહિત નિરૂપાધિક વસ્તુસ્વરૂપની શ્રદ્ધા થઈ. તેથી અનંતકાળમાં જે ભૂલરૂપ બંધભાવમાં ટકનારું જ્ઞાન ભવહેતુ થતું હતું, તે જ્ઞાન એક સમય માત્રમાં પલટીને મુક્તિનું કારણ થાય છે. જે ભાવે અનંત સંસારના બીજનો નાશ થાય છે, તે જ ભાવે મોક્ષ દશાની ઉત્પત્તિ થાય છે. તે ભેદવિજ્ઞાન વડે અનાદિનું અજ્ઞાન પલટી પુરુષાર્થની સ્થિરતાથી, પોતાના બેહદ આનંદસ્વરૂપની સ્વાધીનતાનો સ્વીકાર કરતું જ્ઞાન સળંગ અબંધભાવ પ્રગટ કરે છે. નિરપેક્ષ મોક્ષસ્વભાવની દૃષ્ટિ પ્રગટ કરવાથી પૂર્ણ પવિત્ર કૃતકૃત્ય નિઃશંક આત્મધર્મનું અપૂર્વ રહસ્ય સમજાય છે. ૧૧૪ હવે અહીં પવિત્ર અકષાયભાવ (આત્મધર્મની સાચી અહિંસા) જે અનંત જ્ઞાનીઓના હૃદયનો મર્મ છે તે કહે છે : છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મક નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫ શુભાશુભ રાગ તથા દેહાદિમાં એકતાનો અનુભવ તે સંસાર અને તેનાથી મુક્ત થવા ત્રિકાળી નિર્મળ જ્ઞાયક સ્વરૂપમાં એકતાનો અનુભવ તે ધર્મ અર્થાત્ મોક્ષમાર્ગ છે. જ્ઞાનસ્વરૂપમાં દેહ, મન, વાણી, કર્મ અને નોકર્મનો એકરૂપે ભાસ થવો તે દેહાધ્યાસ છે. મનની અંદર જોડાણ કરવાથી શુભ-અશુભ પરિણામ જે થાય, તે પણ એક ન્યાયે દેહ છે. પુણ્યપાપ, હર્ષ-શોક થાય તેનું કાર્મણ શરીર કારણ છે. તેમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #395 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૫] [૩૬૯ દેહાધ્યાસરૂપ કાર્યનો આરોપ કરીને કહ્યું છે કે દેહાધ્યાસ છૂટે તો તું પરનો કર્મનો કર્તા-ભોક્તા નથી. મનની શુભાશુભ વૃત્તિ ઊઠે તે પણ દેહ છે. હું દેહાતીત -અતીન્દ્રિય; અરાગી તત્ત્વ છું, હું કેવળજ્ઞાનરૂપ છું, મારા નિત્ય સ્વભાવમાં દોષ નથી, એમ નિર્દોષ અનુભવ કરતાં દેહાધ્યાસ છૂટે છે, તેથી જીવ કર્મનો કર્તા-ભોક્તા થતો નથી, એ જ ધર્મનો મર્મ છે. આત્માનો અવ્યાબાધ જ્ઞાયક શુદ્ધ સ્વભાવ છે તેમાં પરના નિમિત્તની ઉપાધિ નથી. ભેદ વિજ્ઞાનના બળથી અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવના લક્ષે ભૂલને સૂક્ષ્મપણે જાણી અને અતીન્દ્રિય જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનની શાંતિ, જ્ઞાનનું બળ થતાં કર્તા-ભોક્તાપણું નિજ સ્વભાવનું જ છે એમ માનવું થાય છે. ભૂલનું ટળવું તે જ ગુણનું થયું છે. ભૂલ પોતે કરે છે પણ ભૂલરૂપ સ્વભાવ નથી, માટે ભૂલ ટળે છે. પરમાં અઠું-મમપણું છે. પરમાં સુખબુદ્ધિ છે, તે ટાળી પોતાપણું આત્મામાં જ મનાય ત્યારે જે મન, વાણી, દેહ તથા સર્વ પદ્રવ્યોમાં તથા પરભાવોમાં આત્મબુદ્ધિ થતી હતી તે માન્યતા છૂટી જાય છે. આત્મામાં જ્ઞાતાદ્રષ્ટાશક્તિ જીવ પ્રગટ કરે ત્યારે જે પરધર્મરૂપ દેહાત્મબુદ્ધિ હતી તે ટળતાં, જીવ જડ કર્મનો કર્તા-ભોક્તા ઉપચારે પણ નથી એ જ ધર્મનો મર્મ છે. આગળ કહ્યું હતું કે “વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય.” તે અહીં ખુલ્લો જણાવી દીધો છે. આત્માનો સહજ સ્વભાવ એમ જ છે, જ્ઞાનીએ કાંઈ ગોપવ્યું નથી. જેમ છે તેમ વસ્તુસ્વરૂપનું રહસ્ય (સ્વભાવ-ધર્મ) વિરોધ રહિત કહ્યું છે. પરભાવનો કર્તા-ભોક્તા સ્વભાવના ભાનવાળો જીવ ન હોય, અને સ્વભાવનું ભાન હોય તો શુભાશુભ વિભાવમાં સ્વામીત્વ હોય જ નહિ પણ નિત્ય જ્ઞાન ચેતનાના સ્વામીત્વમાં સ્થિતિ હોય, એ જ ધર્મનું રહસ્ય છે. આ ૧૧૫ ગાથા સુધીમાં ઘણા ન્યાય આવી ગયા છે. જડ અને ચેતન સ્વતંત્ર બે પદાર્થને જાદા માનવા, સંયોગી અવસ્થામાં (પરવસ્તુમાં) અહ્ત્વ-મમત્વ છે તે છોડવું, પરમાં સુખબુદ્ધિની મિથ્યા માન્યતા છોડવી તથા મતદર્શનનો આગ્રહ છોડવો એમ કહ્યું. તે સર્વ કથનનો આશય સમજાયા પછી હેય-ઉપાદેયરૂપ વિવેકબુદ્ધિ જાગૃત રહે છે, અને આત્મા પરદ્રવ્ય-પરભાવથી જુદો, શુદ્ધ અસંયોગી તત્ત્વ છે તે સદ્ગના યોગવડે અને પોતાની પાત્રતાથી જેમ છે તેમ સમજાય છે મુમુક્ષુને પોતાના સત્ય સ્વરૂપમાં શંકા ન પડે, તેમ મુંઝવણ ન થાય, જ્ઞાનીઓએ કંઈ ગુપ્ત રાખ્યું હશે તેવી શંકા પણ ન થાય. એવા જીવો ચૈતન્યચમત્કારમાત્ર ભગવાન આત્માની પૂર્ણતા ઉપર મીટ રાખીને નિત્ય જાગતા દેખાય છે, તેમાં પરનું કાંઈ કરવાનું આવતું નથી, એવું નિઃસંદેહ તત્ત્વ શ્રીમદે જાહેર કર્યું છે તે સમજો. પોતાના સર્વજ્ઞ સ્વભાવનો મહિમા આવે ત્યારે, ચૈતન્ય ભગવાન પોતાની રક્ષા કરે છે; અને પોતાના નિત્ય નિર્ભય-નિઃશંક સ્વભાવને જ જુએ છે. પરથી જુદાપણાનું ભાન થતાં આત્મા પરનો કર્તા-ભોક્તા નથી, પણ મોક્ષસ્વભાવમાં જ નિત્ય સ્થિત છે, તેમાં ઉપાધિનો અંશ પણ નથી એમ નિઃસંદેહ૫ણે ભાવભાસન થાય છે. એવી સ્વરૂપસ્થિતિ તે વીતરાગતત્ત્વનો મર્મ છે. એમ ત્રણે કાળના જ્ઞાનીનું રહસ્ય છે. તે અનાદિનું સત્ જેમ છે તેમ અહીં કહ્યું છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #396 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૦] [ ભગવાન શ્રીકુંદકુંદ-કાનજૈનશાસ્ત્રમાળા સાધારણ જીવોને નિર્ણય કરવામાં ઘણી મૂંઝવણ પડે છે; પણ તેઓ મનન કરે તો ઘણી સરળ ભાષાથી આ આત્મસિદ્ધિમાં ઊંડું રહસ્ય મૂકયું છે. સાચા જ્ઞાનની સમજણ વિના દેવ, ગુરુ, શાસ્ત્રનો ઉપકાર થાય નહિ. ગુજરાતી ભાષામાં તત્ત્વનું ઊંડું રહસ્ય આ શાસ્ત્રમાં જાહેર કર્યું છે. જે વાત જે આશયથી કહેવામાં આવી છે તે આશય સમજવાથી કલ્યાણ છે. બાકી શબ્દો વાંચી જનારા ઘણા છે, એકલા શબ્દો વાંચી જનારાનું કલ્યાણ થઈ શકતું નથી. પણ તેનું મનન અને સાચી સમજણ કરવાથી કલ્યાણ થાય છે. જેને સાચી સમજણની રુચિ છે, તેણે જ્ઞાની પુરુષોએ જે પ્રકારે આત્માને કહ્યો છે તે જ પ્રકારે, આ આત્મસિદ્ધિમાં આત્માને કહ્યો છે, તેનો વિશ્વાસ કરવો, અને સત્સમાગમ વડે તેનો નિત્ય અભ્યાસ કરવો. આત્મામાં શુદ્ધ જ્ઞાન સિવાય પરમાણુ માત્રનો સંબંધ નથી; તું નિત્ય મોક્ષસ્વરૂપ છો, તેથી જેવો છો તેવો થા, એમ આ ૧૧૫ મી ગાથામાં કહ્યું છે. જે પોતાના સ્વરૂપને સમજ્યો તે ઉપકારીનો પરમ ઉપકાર થયો છે એમ કહી, ઉપકારીનું બહુમાન-વિનય કરે છે. જે પોતાના સ્વરૂપને સમજ્યો તેણે દેવ-ગુરુ-ધર્મને સ્વીકાર્યા છે. તે જ સનું બહુમાન છે. દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણે સસ્વરૂપ વીતરાગ છે, નિર્દોષ છે, તેનો આદર એટલે સંસારનો આદર નહિ, પરપદાર્થનો પરિચય નહિ. એક ગુણ પ્રગટતાં બધા ગુણો અંશે અંશે સાથે પ્રગટે છે, અને કેવળજ્ઞાન થયે પરિપૂર્ણ થાય છે. પૂર્ણ પવિત્ર વીતરાગસ્વરૂપ સર્વજ્ઞ ભગવંત પરમાત્મા કહેવાય છે. જેમ છે તેમ આત્મા અને જડ, સ્વભાવ વિભાવ, કષાય-અકષાય, કર્તા-અકર્તા, સક્રિય-અક્રિય, ભોક્તા-અભોક્તા, નિત્ય-અનિત્ય, વગેરે અનેક ધર્મ જાણી નિત્યજ્ઞાન વસ્તુનો જ આશ્રય કરવાનો છે. પૂર્વાપરવિરોધ રહિત નિર્ણય થવો જોઈએ. લોકો સંસારમાંથી કંઈક નિવૃત્તિ લઈને સ્વ-પરનો વિચાર કરે ત્યારે સમજાયને! લોકોને તેનું મનન જ નથી. અનંત સુખસ્વરૂપને પામવાની સાચી જિજ્ઞાસા અને તત્ત્વ વિચાર કર્યા વિના પાત્રતા પણ ક્યાંથી આવે? અહીં તો શ્રીમદે નિઃસંદેહ તત્ત્વને જાહેર કર્યું છે, કે પરની મમતા છોડ, તત્ત્વનો અભ્યાસ કર, અને કેવળ નિજસ્વભાવને જ જાણ શુભાશુભ આસ્રવ સંસાર, દેહાદિમાં કર્તુત્વ-મમત્વરૂપ દેહાધ્યાસ છોડે તો જ અસંયોગી સ્વાધીન પૂર્ણજ્ઞાનઘન સ્વરૂપની શ્રદ્ધા-અનુભવ દ્વારા શુદ્ધ ચિદાનંદ આત્મધર્મને પામે. ૧૧૫, ૧૬, ૧૭, ૧૮ એ ચાર ગાથાઓ રહસ્યપૂર્ણ છે, બહુ ઊંચી છે. ૧૧૫ જીવ પોતે જ મોક્ષસ્વરૂપ છે એમ અહીં કહે છે : એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ આવા ભાનવડે જે જીવ પોતાને મોક્ષસ્વરૂપ સમજે છે તેને મોક્ષ થાય છે. મોક્ષ તો અવસ્થા છે, દ્રવ્ય અખંડ છે. સાધક અને સાધ્ય એટલે કે કારણ અને કાર્ય સ્વસત્તામાં સ્વાધીનપણે છે. આત્મામાં મોક્ષ શક્તિરૂપે અનાદિ અનંત છે. દ્રવ્યદૃષ્ટિએ સંસારાવસ્થા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #397 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૬] [૩૭૧ આત્મામાં કદી નથી. જેમ વર્તમાન અવસ્થામાં અગ્નિના નિમિત્તથી પાણીમાં ઉષ્ણપણું દેખાય છે, છતાં શીતલ સ્વભાવનો જરાય નાશ થયો નથી, તેમ આત્માએ અજ્ઞાનભાવે રાગની રુચિ કરી, પરાશ્રયને હિતરૂપ માને છે. તે ભૂલની યોગ્યતાને લીધે વર્તમાન અશુદ્ધ અવસ્થા છે. નિત્ય મોક્ષ સ્વરૂપના લક્ષે તે ભૂલ પુરુષાર્થથી ટાળી, જે શક્તિપણે મોક્ષસ્વભાવ છે તે પ્રગટ કરી શકાય છે. એ રીતે પ્રાતની પ્રાપ્તિ થાય છે, છે તે પ્રગટે છે. પરમાર્થે શક્તિપણે જે સ્વરૂપે હતો તે વ્યક્ત (પ્રગટ) થાય છે. એટલે કે તારા જ સ્વભાવથી મોક્ષ છે, અને દેહાદિ રાગાદિના અધ્યાસ રહિત હું નિત્ય જ્ઞાયક એવું મનન-અભ્યાસ એ જ ધર્મ છે, તે જ પૂર્ણ સ્વાધીન તત્વનો સ્વીકાર છે; જે ન હોય તે નવું ન થાય. જો આત્માનો મોક્ષસ્વભાવ કોઈ પણ ક્ષણે હયાત ન હોય તો તે પ્રગટ ન થાય, માટે મોક્ષસ્વભાવ દ્રવ્યદૃષ્ટિએ ત્રિકાળ છે. પર્યાયદેષ્ટિથી દેખો તો ધર્મી જીવને સંસારઅવસ્થા અનાદિ સાંત છે, અને મોક્ષપર્યાય નવો છે. આત્મા મોક્ષસ્વરૂપ છે એવી શ્રદ્ધા અને જ્ઞાનના અભ્યાસથી પ્રાસની પ્રાપ્તિ થાય છે. આત્માનું મૂળ સ્વરૂપ લો તો સદાય મોક્ષસ્વભાવ છે, અને વર્તમાન અવસ્થામાં બંધરૂપ થવાની યોગ્યતા છે. | મુક્ત સ્વભાવ છે અને બંધ યોગ્યતા છે. આત્મા સત્ છે, સ્વાધીન છે, પરમાર્થે અસંગ છે. જે સત્ છે તે સ્વયંસિદ્ધ છે. વસ્તુ છે તે કોઈના આધારે નથી, વસ્તુ ત્રિકાળી સત્ છે, છે તે પૂર્ણ છે. વસ્તુસ્વભાવ કદીપણ પોતાથી ઊણો, હીણો, ઉપાધિરૂપ હોય નહિ, તેથી ચૈતન્ય ભગવાન આત્મા શક્તિસ્વભાવે પૂર્ણ અબંધ શુદ્ધ છે. છે તે પોતાથી છે, પરપણે નથી. ઉપાધિ સ્વભાવે આત્મા નથી. તું છો “મોક્ષસ્વરૂપ” એ વિધિનો ટચ થતાં અનંત સુખસ્વરૂપ હું છું, એવી સ્વાધીન શક્તિનો અપૂર્વ હકાર આવે છે. દૃષ્ટા શક્તિનો દેખા, જ્ઞાયકશક્તિનો જ્ઞાતા સ્વયં પોતે જ છે. સામાન્ય જીવતત્ત્વ દ્રવ્ય દૃષ્ટિએ નિત્ય, અનંતદર્શન-જ્ઞાનસ્વરૂપ સહજ સ્વભાવી છે. સામર્થ્યપણે બેહદ છે. ત્રિકાળી અખંડ જ્ઞાયકસ્વભાવમાં એટલે સ્વતત્ત્વમાં બંધન અને રાગાદિ ઉપાધિનો ભેદ નથી. અવસ્થામાં ભૂલ પણે માન્યું હતું તે ભૂલ કાંઈ સ્વભાવની જાતની નથી. પોતે પોતાને ભૂલીને, પોતામાં પર નિમિત્તનો આરોપ કર્યો હતો. તે ભૂલને સાચા અભિપ્રાય અને જ્ઞાન વડે ટાળી, નિત્ય અભૂતપણે કેવો સહજ શુદ્ધ સ્વભાવ છે તેવો સ્વીકારવો. તેવો સ્વીકાર થતાં પૂર્ણતાનું લક્ષ અનુભવ અને પ્રતીત વડે જીવ પોતાના સ્વરૂપમાં વર્તે છે, અને મોક્ષસ્વરૂપને સ્વાનુભવથી વ્યક્ત થતું દેખે છે. “તું છો મોક્ષસ્વરૂપ” તે પદમાં “તું છો' એ શબ્દ ઉપર વજન છે. પોતાનું અનંત સુખ સ્વાધીનપણે છે, તે સુખ શક્તિસ્વરૂપ છે, જીવ સુખનો નિધિ છે, સ્વભાવમાં દુઃખ કે ઉપાધિનો અંશ માત્ર નથી. એ સમજનો સ્વીકાર કર્યો અનંત આનંદને પ્રગટ કરવાનું બળ સાથે જ આવે છે. નિત્ય જ્ઞાનમય વસ્તુ સુખરૂપ જ છે, છતાં વર્તમાન દશામાં પોતાને ભૂલી દુઃખની કલ્પના કરી છે. વિકારી અવસ્થાપણે જીવ ઊંધો પડયો છે, તે સવળો થઈ પોતાની સ્વાધીનતાનો સ્વીકાર કરે તો શુદ્ધ થઈ શકે છે. સમ્યગ્દર્શન-શાનચારિત્રમય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #398 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૨ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સાધકભાવ અને મોક્ષરૂપ સાધ્ય જેમ છે તેમ અહીં બતાવ્યાં છે, કંઈ ગોપવ્યું નથી. કોઈ કથન માત્ર ધારી રાખે અને ગુણ ન થાય તો તેમાં જ્ઞાનીનો દોષ નથી. [ તા. ૨૩-૧૧-૩૯] આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેમાં પરનું કર્તા-કર્મપણું નથી. માત્ર પોતાના જ્ઞાનમાં સ્થિરતાઅસ્થિરતા થઈ શકે છે, પોતે નિત્ય નિર્ભયસ્વરૂપ છે, છતાં ખોટી ગણતરી કરીને ભય કે રાગ ઉપજાવે છે, તે પોતાની ભૂલ છે; પરવસ્તુનો દોષ નથી. આ ગાથામાં તું જ મોક્ષસ્વરૂપ છો એમ કહ્યું. ૧૧૬ આત્માનો સ્વભાવ શું છે તે ગાથામાં બતાવી, તે સ્વભાવનો જે વિચાર કરે તે જ શુદ્ધતા પામે એમ જણાવે છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજાં કહીએ કેટલું? કર વિચાર તો પામ. ૧૧૭ આત્મા એક દ્રવ્ય (પદાર્થ) છે, તેનો ચૈતન્યસ્વભાવ છે, તેની યથાર્થ પ્રતીતિ (સમ્યગ્દર્શન) થયે પૂર્ણનું કારણ પ્રગટ થાય છે, તે સાધકસ્વભાવ પૂર્ણતાને લણે અંશે ઊઘડીને પૂર્ણ થઈ જાય છે. તે સ્વયં બુદ્ધ છે, તે દ્રવ્યસ્વભાવ છેક તે ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાત્મક શુદ્ધ ચૈતન્યઘન છે. કાળથી પોતાના શુદ્ધ પર્યાયના પરિણમનરૂપ અને ભાવથી અનંત જ્ઞાનાદિગુણ સ્વરૂપ છે; તેથી દેહાદિ સર્વ પરદ્રવ્યોથી જુદો છે. “દેહાદિ” માં પુણ્ય પાપરૂપ શુભ-અશુભભાવ (રાગાદિક વિકાર), આઠ કર્મપ્રકૃતિ તથા સમસ્ત પરદ્રવ્ય જડ પરમાણુ, તે બધુંય અચેતન પર સમજી લેવું. વસ્તુસ્વભાવમાં શુભ-અશુભ વિકલ્પ નથી, પરમાણુ માત્રની ઉપાધિ નથી. આત્મા પરપદાર્થમાં કોઈ પ્રકારે ભળતો નથી, અને પરવસ્તુ આત્મામાં ભળી જતી નથી. પરમાર્થ દૃષ્ટિથી એટલે કે સાચી દૃષ્ટિથી આત્મા શુદ્ધ જ છે. પાણીનો સ્વભાવ શીતળ છે, તેને અગ્નિ ઉપર મૂકો તોપણ તેમાં દરેક ક્ષણે અગ્નિને બૂઝાવવાનો સ્વભાવ છે. ભગવાન આત્મા પવિત્ર જ્ઞાતાપણું ભૂલીને પુણ્ય-પાપવાળો છું એમ માની, વિકારી અવસ્થાવાળો થઈ, શુભાશુભ ઉપાધિરૂપ પર્યાયનો પોતામાં સ્વીકાર કરે તે ઊંધી માન્યતા છે. તે ભૂલને એક જ સમયમાં ટાળીને પોતાને અસંગ, અભૂલસ્વરૂપ જાણે, માને અને જ્ઞાતાના જ્ઞાનમાં ઠરે, તો તે ઉપાધિરૂપ ભૂલ-અવસ્થાનો અસ્વીકાર થઈ જાય છે, અને વિભાવથી છૂટવું સહજપણે થાય છે; તે ચૈતન્યની જાતથી થાય છે. અંધારું ટાળવાનો ઉપાય એક પ્રકાશ જ છે, બીજા ઉપાયથી અંધારું ટળે નહિ. તેમ અજ્ઞાન દૂર કરવાનો ઉપાય એક સાચું જ્ઞાન જ છે. તેથી કહ્યું છે કે “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ, નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મ નો મર્મ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #399 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૭] [૩૭૩ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ, અનંત દર્શન-શાન તું, અવ્યાબાધ સ્વરૂપ” એ અવિરોધ ન્યાયના પ્રમાણથી નિશ્ચય કરીને આત્મધર્મના મર્મને કહ્યો છે. ત્રણે કાળના જ્ઞાનીઓને જે કહેવું છે તે તત્ત્વનું રહસ્ય, શ્રીમદે પણ દાંડી પીટીને જાહેર કર્યું છે. યુક્તિ, અનુમાન, સર્વજ્ઞકથિત આગમપ્રમાણ અને સ્વાનુભવથી આત્માનો સ્વીકાર કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે. તે જ ચૈતન્ય-ભગવાનની સ્વતંત્રતાની જાહેરાત છે. આત્મા અબદ્ધ, અસ્પષ્ટ, અનન્ય, અવિશેષ, શુદ્ધ, બુદ્ધ, સ્વયંજ્યોતિ અને અનંત સુખસ્વરૂપ છે. તેની લોકોને હા પાડવી કઠણ પડે છે, અને સંયોગબુદ્ધિથી કહે છે કે આ મલિન બંધવાળો આત્મા દેખાય છે, તેને અત્યારે જાદો, અબંધ અને શુદ્ધ કેમ માની શકાય? પુણ્યાદિની રુચિ અને નિમિત્તાધીન દષ્ટિવાળા પરાધીનતા જ જુએ છે. નિમિત્ત સારું મળે તો કંઈ પણ કરીએ એમ જે માને છે તેનો અહીં નિષેધ કર્યો છે. પ્રથમથી જ શ્રદ્ધામાં કિંચિત્ માત્ર પરાશ્રિત વિભાવ ન રહે, તે માટે આ ગાથામાં કહે છે કે તું દેહાદિ સર્વ પદાર્થથી જુદો છે, કોઈમાં આત્મદ્રવ્ય ભળી ગયું નથી. દ્રવ્ય-દ્રવ્ય પરમાર્થથી (સાચી દષ્ટિથી) સદાય જુદે જુદાં છે માટે તું શુદ્ધ છો, બોધસ્વરૂપ છો, શુદ્ધ ચૈતન્યપ્રદેશાત્મક છો, સ્વયં જ્ઞાનજ્યોતિ છો એટલે કોઈને આધારે તારો પ્રકાશ નથી, પણ સ્વભાવે જ તું જ્ઞાયક -જ્ઞાનપ્રકાશસ્વરૂપ છો, અને અવ્યાબાધ સુખનું ધામ છો એટલે તેમાં ઉપાધિ કે પરાધીનતાનો અંશ નથી. એ પરમાર્થ સ્વરૂપ તું છો, તેમાં અધિક શું કહેવું? તેમાં જ ઠર, તેને જ વિચાર. જેમ સાકરમાં કાળીજીરીની કડવાશનો સ્વાદ નથી, તેમ જ્ઞાનમાં (આત્મામાં) દુઃખ-ઉપાધિનો અંશ પણ નથી. જેમ મીઠાનો ગાંગડો ક્ષાર રસથી રસભર-ભરચક છે, તે સળંગ અખંડ ક્ષારરસને અવલંબીને ભરપૂર છે, તેમ આત્મા પરના મેલ રહિત, શુદ્ધ અસંગ નિર્મળ જ્ઞાનમાત્ર છે. એનું ભાન કરવું તે સમ્યજ્ઞાન છે અને સમ્યક્ પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન કોઈ વેશ, વાડા કે ક્રિયાકાંડથી નથી, કોઈ બાહ્ય સાધન વડે નથી, પણ સમજણમાં છે, તે જાતની સ્વાનુભવદશામાં છે. જેમ મીઠાનો ક્ષારરસ મીઠામાં તન્મય ભરચક છે તેમ, ચૈતન્ય ભગવાન આત્મા કેવળજ્ઞાનસ્વરૂપથી ભરચક છે. જીવનો મોક્ષ સ્વભાવ છે તેવી શ્રદ્ધા ને સ્થિરતાથી તે પ્રગટ થાય છે. ૧૧૫, ૧૧૬, ૧૧૭, ૧૧૮-આ ચાર ગાથા હૃદયમાં કોતરી રાખવા જેવી છે. જેમ સોનું સુવર્ણપણાથી હણું, ઊણું કે મલિન નથી, તેમ આત્મસ્વભાવ નિત્ય પૂર્ણ બેહદ જ્ઞાન-આનંદપણે સ્વશક્તિથી સદાય પૂર્ણ છે, નિરૂપાધિક છે. આત્માને બંધરૂપ તથા ઊણો હીણો-વિકારી માનવો તે મિથ્યાત્વ છે. શાહુકારને ચોર કહેવો તે યોગ્ય નથી, તેમ આત્માને પરના નિમિત્તની ઉપાધિવાળો, પુષ્યવાળો, પરનો કર્તાભોક્તા, સ્વામી માનવો તે યોગ્ય નથી. માટે કહે છે કે તું બુદ્ધસ્વરૂપ છો, ચૈતન્યપ્રદેશાત્મક છો, નિત્ય અસંખ્ય પ્રદેશી જ્ઞાનઘન સ્વભાવ છો, તેમાં પુણ્ય, પાપ, રાગાદિની ઉપાધિ પરમાર્થે (સાચી દૃષ્ટિથી જુઓ તો) નથી અજ્ઞાની સંયોગોમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #400 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૪ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ઇષ્ટ-અનિષ્ટ માની સંયોગ અને વિકાર તરફથી પોતાનું અસ્તિત્વ દેખે છે તેથી તેને ભય છે, શંકા છે, ૫૨માં ઠીકબુદ્ધિ છે, નિમિત્તાધીન વૃત્તિ છે; દ્રવ્યદૃષ્ટિવાળા જ્ઞાનીને અસંગ પૂર્ણ જ્ઞાનનસ્વભાવની પ્રતીત છે, તેથી સ્વયં નિર્ભય છે, તેમાં એક અંશ પણ ભય કે શંકાનો પ્રવેશ નથી. ચૈતન્યસ્વરૂપને ઓળખાવતાં પાંચ ગુણવાચક વિશેષણ આ ગાથામાં છે, તે વાચ્યરૂપ પદાર્થ ચૈતન્યઘન ભગવાન આત્મા છે. ઘન એટલે નિબિડ, કઠણ છે તેમાં ૫૨વસ્તુનો પ્રવેશ નથી. સ્વચતુષ્ટયથી અસ્તિરૂપ અને પરચતુષ્ટયથી નાસ્તિરૂપ સદા પોતાના શિવસ્વરૂપ શાયક સ્વભાવમાં જીવ સ્થિત છે. વર્તમાન પર્યાયમાં પોતાની ભૂલને કા૨ણે અશુદ્ધ છે તે ૫૨માર્થદૃષ્ટિમાં ગૌણ છે. અત્રે પાંચ બોલમાં ચૈતન્યદ્રથનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઘટે છે. શુદ્ધ જીવદ્રવ્ય તે ચૈતન્યનું અખંડ સ્વક્ષેત્ર છે, તે અનંત સુખનિધાન છે, સ્વરૂપાનુભવ વડે બેહદ સુખ-આનંદ એક એક સમયમાં છે, તે બેહદ શક્તિ ત્રિકાળ છે. તે સ્વયંજ્યોતિ એટલે પોતામાં પ્રકાશરૂપ છે. ઘોર રાત્રિના અંધકારમાં પણ અંધકા૨ના પરમાણુને જાણે છે, એટલે પોતે સ્વયંજ્યોતિ છે; કોઈ પણ તેને પ્રકાશતું નથી. સ્વભાવે જ તું ઓપિત, શોભિત, પ્રકાશસ્વરૂપ છો, તારો જ્ઞાનપ્રકાશ પ્રગટ થવામાં કોઈ મદદની જરૂર નથી. પ્રશ્ન :- ‘ આત્મા આવો જ છે' એમ ઓળખાવનાર પ્રત્યક્ષ સદ્ગુરુ સત્પુરુષનો યોગ મળે તો તે માર્ગ દેખાડેને ? ઉત્ત૨ :સત્પુરુષને ઓળખનાર તો પોતે છે, જાગૃતસ્વરૂપ છે, તે કોનાથી જાણે છે ? તેનો નિર્ણય કરો. સહુ કોઈ પોતા વડે જાણે છે, ૫૨થી કોઈ જાણતું નથી. જેને સત્ સ્વરૂપ જાણવાની સાચી જિજ્ઞાસા છે તેને સત્સમાગમનો યોગ થાય જ. જે પાત્રતા મેળવે તેને કાં તો પૂર્વ સંસ્કા૨નું સ્મરણ થઈ જ્ઞાની પુરુષનો યોગ યાદ આવે, અને કાં તો બહારથી સદ્ગુરુ પ્રત્યક્ષ ઉપકારી નિમિત્ત થાય. તે રીતે ઓળખનાર ઉપકારીનો ઉ૫કા૨ ભૂલે નિહ. સત્ અને સદ્ગુરુનું બહુમાન કરે, અને તેને ઉપકારી માને, પણ સદ્ગુરુને ઓળખ્યા વિના, સમજ્યા વિના શો ઉ૫કા૨ થાય ? બધા જીવ અનેક વખત સાક્ષાત્ સર્વજ્ઞ પાસે જઈને દેહના, પુણ્યના ઠાઠના દર્શન કરી આવ્યા છે. કહેવત છે કે “કેવળી આગળ રહી ગયો કોરો.” એવા કેવળજ્ઞાનજ્યોતિસ્વરૂપ ચૈતન્ય ભગવાન, વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યક્ષ મળ્યાં છતાં તેને ભાવથી ન જોયા પણ દેથી જોયા. ભગવાનની વાણી ભાવથી ન સાંભળી પણ શબ્દ સાંભળ્યા. એમ જ્યાં સુધી જ્ઞાનીને ઓળખ્યા નથી ત્યાં સુધી તેને કંઈ સ્વગુણનો લાભ નથી. માટે તૈયા૨ી પાત્રતા, પરીક્ષાશક્તિ પોતાની જોઈએ. આગળ કહેવાયું છે કે મુમુક્ષુ સત્ અને સદ્ગુરુની ઓળખ ક૨વામાં મૂંઝાય નહિ. પાંચમો બોલ :- તું સુખધામ પૂર્ણ આનંદમય, એટલે કે અવ્યાબાધ સુખનું ધામ છે. તે શિવસુખમાં-નિરૂપાધિક આનંદમાં પંચમાત્ર ઉપાધિ-બાધા નથી. જેમ ચણામાં બે ગુણ છેઃ કાચા ચણામાં સ્વાદ ભર્યો છે; પણ અપ્રગટ હોવાથી સ્વાદ ન આપે, એટલે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #401 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૭] [૩૭૫ તૂરો લાગે, અને વાવવાથી ઊગે. પણ તે ચણાને શેકવામાં આવે તો અપ્રગટ સ્વાદ હતો તે પ્રગટ થવાથી, સ્વાદ આપે અને વાવવાથી ઊગે નહિ; તેમ ચૈતન્ય આનંદમૂર્તિ આત્માનું ભાન અને પૂર્ણ દશા પ્રગટ થયે પૂર્ણ સુખ પ્રગટે અને ભવનું બીજ ફરી ઊગે નહિ. (મિથ્યાત્વ નાશ થયા પછી ભવભાવનો અભાવ છે.) શ્રીમદે છેલ્લા સંદેશામાં “વર તે જય તે” એ શબ્દો વાપર્યા છે; તેનો અર્થ એ છે કે સાધક સ્વભાવનો જયકાર છે. તેઓએ કહ્યું છે કે : “સુખધામ અનંત સુસંત ચહી, દિનરાત્ર રહે ત૬ ધ્યાન મહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ “તે વર તે જય તે. વર તે જય તે.” આ શબ્દમાં ઘણો ગંભીર ભાવ રહેલો છે. પૂર્ણ શુદ્ધ એવો ચૈતન્યઘન આત્મા ભેદ જ્ઞાનના બળવડે જાગૃત થાય છે, અને એ જાતના ઉગ્ર પુરુષાર્થવડે પૂર્ણ સુખસ્વરૂપે પ્રગટ થાય છે. જેને શાંત મુનિ આદિ ધર્માત્મા એટલે યોગીજન ઇચ્છે છે તે પૂર્ણ સ્વરૂપના લક્ષે શ્રીમદ્ રાજચંદ્ર અંતિમ સંદેશો કહી મુમુક્ષુઓ પ્રત્યે પરમ ઉપકાર કર્યો છે. પોતે સમાધિમરણની જાહેરાતમાં “વર તે જય તે” એમ કહી (જેમ કોઈ શાસ્ત્ર પૂર્ણ કરતાં પૂર્ણ મંગળિક કરે તેમ) શ્રીમદે કાવ્યરચનામાં અંતિમ મંગળિક કર્યું છે. પોતાનું સ્વાધીન શિવસુખ પ્રગટ કરવા માટે પ્રથમ જ સ્વરૂપની શ્રદ્ધા કરો, તેને જ જાણો, તેનો જ અનુભવ કરો એમ કહ્યું છે. પોતે જ પવિત્ર આનંદકંદ પરમ સુખની જડ છે તે પ્રગટ અનુભવથી પ્રમાણ થાય છે. શક્તિ-સામર્થ્યપણે સુખધામ-સુખનું ક્ષેત્ર આ આત્મા છે. અનંત આનંદ, અતીન્દ્રિય બેહદ આનંદ તો તારી જાતમાંથી જ પાકે છે, તે જડ સાધનથી કદી નહિ પ્રગટે. ચૈતન્ય પ્રભુ જાગ્યો એટલે તેને બાહ્ય બધાં નિમિત્તો ઉપકારી છે. પોતાના ઉપાદાનને આધીન નિમિત્ત છે. આ સ્વભાવદૃષ્ટિ તત્ત્વદૃષ્ટિ-પરમાર્થષ્ટિ છે, પૂર્ણ અખંડ તત્ત્વનો વિષય કરનારી સાચી દૃષ્ટિ છે. તે તત્ત્વસ્વરૂપ આત્મા સમ્યજ્ઞાનનો વિષય છે, સાચા જ્ઞાનનું આ એક ધ્યેય છે. “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયં જ્યોતિ સુખધામ,” તું જ અનંત આનંદનું ક્ષેત્ર છો. “બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.” પ્રથમ દ્રવ્યપણું સામાન્ય-સ્વભાવપણું બતાવ્યું તે અખંડ દ્રવ્યદૃષ્ટિ છે. મોક્ષસ્વભાવ શક્તિરૂપ છે પણ પર્યાયે પ્રગટ નથી. જો અવસ્થાએ પણ શુદ્ધ હોય તો ઉપદેશ આદિ વ્યર્થ ઠરે, અને સાધવાનો પુરુષાર્થ પણ રહે નહિ. હવે તેનું સાધન એ છે કે “કર વિચાર તો પામ” એટલે જે સ્વભાવ તે માન્યો છે તેનું જ્ઞાન ઘટ્ટ કર, તે સ્વરૂપના વિચારનું ઘોલન કર, જેમ છે તેમ જાણ, જાણીને ભરોસો કર, એ શ્રદ્ધાને વિચાર અને રાગ રહિત જ્ઞાનમાં સ્થિરતા કર; એ સચિના વિચારમાં ઠર, એ કારણનું સેવન કર, જે સ્વભાવમાં પૂર્ણ શક્તિ ભરી છે તે પ્રગટ અવસ્થાને પામ. બીજો કોઈ માર્ગ નથી, જ્ઞાન સિવાય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #402 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૬ ] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કોઈ ઉપાય નથી. જે સ્વભાવ છે તેનું જ્ઞાન, અને તે જ્ઞાનની ક્રિયા કર તો મોક્ષ પામ. મોક્ષ એક અવસ્થા છે, જે સિદ્ધદશા શક્તિરૂપે છે તે પ્રગટ કરી આ શિવસ્વરૂપ પરમ સુખને પામીશ. તે જાતના સત્ સાધનથી તું તે પદને પામીશ. અધિક શું કહેવું? થોડું કહ્યું ઘણું કરીને માનજે; એમ તારા સ્વભાવથી વાત છે, એને ઘણા પ્રકારથી કહી છે. પૂર્ણતાના લક્ષે પૂર્ણમાં ઠરવાનો પ્રયત્ન કરી એ સાધન કહ્યું. ૧૧૭ ઉપર કહ્યો તે નિર્ણય સર્વે જ્ઞાનીને છે એમ કહી વિષય પૂરો કરે છે : નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિમાંય. ૧૧૮ એ પરમપદપ્રાપ્તિનો ઉપાય અને ઉપેય, સાધન અને સાધ્ય જેમ કહ્યાં છે તેમ જાણે અને અંદર ઠરે તો, આ આત્મભગવાનને સર્વ દોષ તથા અશુદ્ધ યોગનું રૂંધન થતાં અયોગદશા થઈ જાય છે, તેવો નિર્ણય પ્રથમ આવે છે. આ ન્યાયમાં (ભાવમાં ) અનંત જ્ઞાનીનો નિશ્ચય સંક્ષેપમાં સંકેલાયો છે. સર્વ જ્ઞાનીઓનો અવિરોધ નિર્ણય અત્રે આવીને સમાય છે. જે જે નિર્ણય કહ્યા તે બધા આત્મધર્મને અનુલક્ષીને કહ્યા છે. અનંત જ્ઞાનીનો એકમત (અભિપ્રાય) છે અને એક અજ્ઞાની જીવના અનંત મત છે. અજ્ઞાનીઓના બધા મત મિથ્યા હોય છે. મિથ્યાત્વકર્મ-મોહકર્મના અનંત પરમાણુના વિચિત્ર રસમાં જોડાવાથી અસંખ્યાત પ્રકારના અધ્યવસાય ઊપજે છે. તેમાં અજ્ઞાની જીવ પોતાના અભિપ્રાયને અનંત પ્રકારે ખંડખંડ કરે છે. વસ્તુસ્વરૂપ ત્રિકાળ એકરૂપ જ્ઞાયક જ છે. સહજ સ્વભાવમાં વિપરીતતા, મળમેલ, દોષ કે અસહજપણું નથી. આ ગાથામાં કહે છે કે સર્વ જ્ઞાનીનો નિશ્ચય અત્રે આવીને સમાય છે, એમ કહીને સદ્ગુરુ સહજ સમાધિમાં સ્થિર થયા, વાણીયોગનું અટકવું થયું. હું બીજાને સમજાવું તે વિકલ્પ ઉપશમી જાય છે, અને સદ્ગુરુ સ્વરૂપસ્થિત થાય છે. એ પ્રમાણે તેઓ સહજ સમાધિમાં લીન થયા. વચનવર્ગણાના પરમાણુની યોગ્યતા હતી તેટલાં વચન નીકળ્યાં. તેમાં શ્રીગુરુએ કાંઈ કર્યું નથી. સર્વજ્ઞદેવ તીર્થકર ભગવાનની પરમ કલ્યાણક વાણીનાં રજકણો સ્વયં તે રૂપે પરિણમી જાય છે. સર્વજ્ઞ અરિહંત ભગવાનના યોગબળનું નિમિત્ત પામીને સહેજે દિવ્યવાણી છૂટે છે, અને તેના નિમિત્તથી લાખો તૈયાર થયેલા પાત્ર જીવોનું કલ્યાણ થાય છે. તેમની વાણી પણ સહજ આવે અને સહજ અટકી જાય છે. ૧૧૮ હવે શિષ્યને બોધબીજની પ્રાપ્તિમાં અપૂર્વ સ્વરૂપનો આલ્હાદ થાય છે, તેનું અંતરનું ઘોલન વાણીયોગમાં દેખાડે છે. તેમાં શિષ્યના સ્વભાવની ખીલવટ થાય છે. પૂર્ણ સાધ્યની ઓળખાણ થઈ એટલે, જેમ બીજ પ્રગટ થયું તે બીજમાંથી અંકુર ફૂટીને વૃક્ષ થાય છે તેમ “પૂર્ણતાને લક્ષે શરૂઆત થતાં વર્તમાનમાં પૂર્ણ સ્વભાવ ઉપર મીટ માંડીને, પુરુષાર્થ સહિત અંતરના વેદનના ભણકાર જાહેર કરે છે : Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #403 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૧૯-૧૨૦] [ ૩૭૭ સગુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ “સદ્ગના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન,” એ રીતે નિમિત્ત અને ઉપાદાન બતાવ્યાં.” જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” એમ કારણ કાર્યમાં નિમિત્તકારણ અને ઉપાદાનકારણ આવી જાય છે. શિષ્યના ઉપાદાનની તૈયારી થઈ એટલે નિમિત્ત મળ્યા વગર રહે નહિ. તેમાં ઉપાદાનની બળવાનતાનો સ્વીકાર છે, છતાં શિષ્ય તો ગુરુનો જ ઉપકાર સ્વીકારે એવો લોકોત્તર વિનયમાર્ગ છે. સદ્ગના ઉપદેશથી અપૂર્વ (એટલે પૂર્વે અનંત કાળમાં કદી નહિ આવેલું એવું ) ભાન આવ્યું, આત્મજ્ઞાનસ્વાનુભવદશા પ્રગટી. અપૂર્વ એટલે પૂર્વે અનંતવાર નવપૂર્વ જેટલું શાસ્ત્રાદિનું જાણપણું કર્યું, પુણ્યપરિણામ અનંતવાર કર્યો, છતાં અપૂર્વ એવો નિજસ્વરૂપનો પ્રગટ અનુભવ થયો ન હતો સદ્ગુરુના ઉપદેશથી પોતાનું જ્ઞાતા, નિર્દોષ સ્વરૂપ પોતાને વિષે યથાતથ્ય ભાસ્યું અને દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. “નિજપદ નિજમાંહી લહ્યું” પૂર્ણ સ્વરૂપનું લક્ષ તે કારણ અને આત્માનું અપૂર્વ ભાનરૂપ કાર્ય; ત્યાં સહકારી નિમિત્તકારણ સદ્ગનો ઉપદેશ થતાં-“દૂર થયું અજ્ઞાન.” શુભાશુભભાવ, જડની ક્રિયા આદિમાં અહંત-મમત્વબુદ્ધિ તે બધો દેહભાવ છે, તે દેહાત્મબુદ્ધિરૂપ અજ્ઞાન દૂર થયું. ૧૧૯ અજ્ઞાન દૂર થતાં શું થયું તે હવે શિષ્ય કહે છે : ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સ્વરૂપની એકાગ્રતા તે ચારિત્ર (ધર્મ), તેમાં બીજાં કાંઈ આવ્યું નહિ. પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, અજર, અમર, અવિનાશી અને દેહથી જુદું પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, મોહ-ભ્રમણા આદિ સર્વથી ભિન્ન અત્યંત જુદું ભાસ્યું. અનાદિ અનંત છૂટું-સ્વાધીન નિજ તત્ત્વને શુદ્ધ ચેતનામય દીઠું. જીવ દેહ-ઇન્દ્રિય રહિત સ્વાધીન તત્વ છે તેથી સંસાર-દેહાદિનાં કોઈ કાર્ય કરવાપણે ત્રણ કાળમાં તેનો સ્વભાવ ન હોય. તે કેવળજ્ઞાન અને નિરાકુળ શાન્તિથી પૂર્ણ હોય જ, એવો અપૂર્વ મહિમા દેખીને હું નિઃસંદેહ પૂર્ણ પવિત્ર, સ્વાધીન, અસંગ જ્ઞાયકસ્વરૂપ છું એવો સ્વાનુભવ થતાં તેની જાહેરાત નીચેની ગાથામાં શિષ્ય કરે છે. ૧૨૦ [ તા. ૨૪-૧૧-૩૯] અહીં શિષ્ય પોતાના સ્વાનુભવની જાહેરાત કહે છે : Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #404 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૮] [ભગવાન શ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કર્તા-ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ વિભાવ-મિથ્યાત્વ વર્તે છે ત્યાં મુખ્યપણે અશુદ્ધનિશ્ચયનયે વિકારીભાવનું કર્તાપણું ભોક્તાપણું જીવને છે. ત્યાં મન, વાણી, દેહ, પુણ્ય-પાપ-રાગાદિ, પરમાં અહંત, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ માન્યતાપણે વર્તે છે, પણ એ ઊંઘી માન્યતાને ત્રિકાળી નિર્ભય અભૂલ સ્વભાવના ભાનવડે ટાળી, એટલે કે શુદ્ધાત્મસ્વરૂપમાં વૃત્તિ વહી તેથી જીવ અકર્તા થયો. બહારથી કંઈ કરું તો મને ગુણ થશે, પુણ્યથી, રાગથી કે ક્રિયાથી મને હિત થશે, એ આદિ અનેક પ્રકારે જે પરવસ્તુમાં સુખબુદ્ધિ હતી તે ભૂલ જાણી, યથાર્થ સ્વરૂપનું ભાન થતાં, સ્વરૂપસન્મુખ વૃત્તિ થઈ એટલે તે પરનો અકર્તા થયો. શિષ્યને આત્મજ્ઞાન- (બોધચીજ) પ્રગટ થતાં પોતાનો અનુભવ કથન વડે કહે છે. “ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ.” મિથ્યાદર્શનશલ્ય, પુણ્ય-પાપ રાગાદિ, દેહાદિ પ્રત્યે અહંત્વ, મમત્વ, અને કર્તાભોક્તાપણું છે તેને વિભાવ કહે છે. પણ “વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય ” એ રીતે વિભાવ ટળે છે. અજ્ઞાનને કારણ ઉપયોગ પરભાવમાં રહેતો હતો તે ઉપયોગ બદલાવીને, પોતાના સહજ શુદ્ધસ્વરૂપમાં પરિણમાવ્યો, તે ઉપયોગ પરનો સાક્ષાત્ અકર્તા છે. ૧૨૧ હવે શિષ્ય પોતાનું નિર્વિકલ્પ સ્વરૂપ જણાવે છે : અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા-ભોક્તા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ અજ્ઞાનભાવે પરભાવનો દેહાદિ તથા શુભાશુભ ઉપાધિભાવનો કર્તા-ભોક્તા થતો હતો, તે સ્વાધીનપણે, અભૂલસ્વભાવે-અબંધભાવે પરનો અકર્તા થયો. અવસ્થામાં પરભાવના કર્તાભોક્તારૂપ અજ્ઞાનવર્ડ ભૂલરૂપ માન્યતા કરી હતી તે અભૂતપણે સ્વભાવના જ્ઞાતાપણે ટાળી; એ રીતે પોતાના સહજ સ્વરૂપનો નિર્વિકલ્પપણે કર્તા-ભોક્તા જીવ થયો, આત્મામાં જ અભેદનયે અનાદિ અનંત કર્તા-ભોક્તાપણું છે. પણ પોતે પોતાના સત્ય સ્વરૂપને ભૂલીને, પરનો કર્તાભોક્તા માન્યો હતો તેથી ઊંઘી શ્રદ્ધા, ઊંધું જ્ઞાન અને ઊધું ચારિત્ર હતું. એ રીતે જીવ રાગવૈષનો કર્તા અને સુખ-દુઃખરૂપ કલ્પનાનો ભોક્તા થતો હતો, પણ જ્યારે “ભાસ્યું નિજસ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ” એટલે કે આત્માની યથાર્થ પ્રતીતિ (સમ્યગ્દર્શન) અને સમ્યજ્ઞાન થતાં પૂર્ણ કૃતકૃત્ય, નિરૂપાધિક પોતાનું સ્વરૂપ જેવું હતું તેવું જ જાણ્યું. તે અભેદ સ્વરૂપમાં પરનું કાંઈ કરવાનું અને ભોગવવાનું નથી; જે કંઈ કરવા કે ભોગવવાનું છે તે સ્વજાતિનું જ છે. તે નિરાલંબન સહજ સ્વભાવનું કાર્ય છે. જ્ઞાનની (જ્ઞાતાશક્તિની) નિર્મળતામાં થવું. કરવું, રમવું, ટકવું, ઠરવું, તે જ્ઞાનક્રિયાનું કરવું છે. તે અવસ્થા (પર્યાય ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #405 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૨] [૩૭૯ પૂર્ણ થતાં અવ્યાબાધ અનંત સુખને ભોગવવાપણું છે. પ્રથમ જે રાગ-દ્વેષનો કર્તા અને કલુષિત ઉપાધિભાવનો-હર્ષ-શોકનો સુખ દુઃખપણે ભોક્તા પોતાને માન્યો હતો, તે ભૂલ ટાળીને નિજસ્વભાવમાં ર્યો, એટલે “વૃત્તિ વહી નિજભાવમાં થયો અકર્તા ત્યાંય એ રીતે સમ્યગ્દર્શન થયું, એટલે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, અખંડ શુદ્ધ ચેતના છે, જ્ઞાનની ચેતનામાં ચેતવું એટલે જ્ઞાનમાં એકાગ્ર થવું એવો ભાવ પ્રગટે છે. આ સમ્યગ્દર્શન થતાં પોતાના સ્વભાવમાં સ્થિતિ થઈ. નિજ પરિણામમાં ટકવું તે કરવું છે, છે તેવો જ પ્રગટ દશામાં થવાનું કહેવાય છે. શુભાશુભ રાગાદિ પરિણામ તે અશુદ્ધ ચેતના છે. સત્ય બોલવાના કે અહિંસાના પરિણામ તે પુણ્ય પરિણામ છે અને અસત્ય બોલવાના કે હિંસાના પરિણામ તે પાપના પરિણામ છે; બેય જાતના ભાવ તે શુભ-અશુભ રાગની અશુદ્ધ પરિણતિ છે, મોહકર્મના ઉદયજન્મભાવ છે, તે જીવનું લક્ષણ નથી. હું પરજીવને દુઃખ ન દઉં, મેં તેને ન માર્યો, મેં તેની દયા પાળી, એવા શુભ પરિણામ પણ ચેતનગુણથી વિપરીત કષાયભાવ છે. તે અજ્ઞાનીની દૃષ્ટિમાં હોય છે, કારણ કે તે કર્મભાવને મારો માનવો તે સ્વરૂપની હિંસા છે. મનની શુભ વૃત્તિ કે દયા કરવાના પરિણામ પણ શુભરાગ છે. તે મોહકર્મનો ભાવ છે, તેને ગુણકર કે સુખકર માનવો તે મહા અજ્ઞાન છે. માટે શુભ હો કે અશુભ હો તે બધાં પુણ્ય-પાપબંધક અશુદ્ધ પરિણામ છે. તેને ઠીક માને, મનાવે કે રૂડું જાણે તે અજ્ઞાની છે. વિભાવપરિણામથી રહિત આત્મા છે, તેથી “નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ” છે તે જ ઉપાદેય છે. મન, વાણી, દેહની ક્રિયા, પુણ્ય, પાપ કે શુભરાગનું કર્તવ્ય જીવનું માનવું તે મિથ્યા છે-ભ્રમણા છે. એક પરમાણુ માત્રના સંબંધ રહિત જે શુદ્ધ ચેતનાનું સ્વરૂપ પરમાર્થે છે, તે જેમ છે તેમ અહીં કહ્યું છે. શ્રીમદે ઘરનું કંઈ કહ્યું નથી, પણ અનંત જ્ઞાનીઓએ માનેલું કહ્યું છે. છતાં ઘણા જીવો આક્ષેપ કરે છે કે આમાં તો ક્રિયા ઉડાડે છે; પણ જે કોઈ વીતરાગ જ્ઞાની પુરુષના આશયને સમજ્યા નથી તે મિથ્યા આક્ષેપ કરે છે. અનંત જ્ઞાનીનો આત્મા અને એ આત્મા કાંઈ જુદી જાતનો નથી. જ્ઞાન-દર્શનસ્વરૂપ આત્મા જ્ઞાનપિંડ છે તે જાણે, પણ પરનું શું કરે? જીવનું લક્ષણ ચેતના છે. તે પોતાની સ્વશક્તિ છોડીને, અન્યથા પરિણમે એમ માનવું તે મિથ્યા છે. ચેતવું એટલે જાણવું તેમાં દુઃખ નથી, ઉપાધિ નથી. તેમ જ પુણ્ય-પાપ કે રાગ-દ્વેષ કરવાનો જીવનો સ્વભાવ નથી. દેહમાં કાંઈ પ્રહાર થાય, પીડા થાય, તેની વેદના જીવને થાય એમ જીવ માને છે, પણ ખરી રીતે એ રાગ અને મમતાનું દુઃખ છે. આત્મામાં કાંઈ થતું નથી. જો દેહના કટકા થાય, તેનું દુઃખ થતું હોય તો મુનિ ધર્માત્માને દુઃખ થવું જોઈએ આત્મા અરૂપી છે. કોઈ શસ્ત્રથી પકડાતો નથી, પણ અનાદિથી દેહાત્મબુદ્ધિમાં પકડાણો છે, તેથી હું પકડાયો, હું હણાયો એમ માને છે. શરીરના રજકણોનો સ્વભાવ છે તેથી સંયોગ-વિયોગપણે ગળવું-મળવું થાય છે, છેદન, ભેદન, પલટવું સ્વયં-તેના કારણે થાય છે. પુદ્ગલના અનંત રજકણો પીલાઈ જાય તેને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #406 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૦] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા આત્મા જાણે. ઘાણીમાં મુનિના દેહના રજકણ પીલાણા તેમાં મુનિને કાંઈ દુઃખ નથી. દુઃખ તો મોહભાવમાં છે. શ્રેણિક મહારાજા નરકમાં છે, ત્યાં તે દુઃખ ભોગવતા નથી, પણ પોતાના આત્માની શાંતિ અનુભવે છે. શ્રીમદે કહ્યું છે કે – “પ્રથમ દેહદૃષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, (દેહમાં શુભાશુભ રાગ તથા પદ્રવ્યો સમજી લેવાં) હવે દૃષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી નેહ (પ્રેમ).” પ્રથમ દેહની દશામાં ફેરફાર થયે, એટલે કે રોગ થયે, પોતે દેહના ભાવપણે કર્તા-ભોક્તા થતો હતો, તે અશુદ્ધ ચેતનાનું એકાગ્રપણું છૂટયું, ત્યાં શુભ-અશુભ રાગાદિરૂપ અશુદ્ધ પરિણામથી છૂટીને શુદ્ધ ચેતનાનો કર્તાભોક્તા થયો. આ સમ્યગ્દર્શનનું લક્ષણ છે. સમકિતીનું સ્વરૂપ છે, આમાં બીજું કંઈ કરવાનું ન આવ્યું. તેમ આ કાંઈ ઊંચામાં ઊંચી વાત નથી, પણ જૈનદર્શન-મોક્ષમાર્ગનો એકડામાં એકડો છે. આ સિવાય બીજું માનવું તે મિથ્યા માનવું છે. ૧૨૨. શિષ્ય સર્વજ્ઞ વીતરાગ ભગવાનનો કહેલો મોક્ષમાર્ગ સમજ્યો તેનો પ્રમોદ કરે છે અને કહે મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ સદ્ગુરુ પ્રત્યે શિષ્ય કહે છે કે- આત્માની પૂર્ણ શુદ્ધતા એટલે તેની છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્ર દશા સહિત, યથાર્થ સ્વરૂપ આપે ટૂંકામાં સારરૂપે સમજાવ્યું, તે સ્વરૂપની સમજણ, પ્રતીતિ અને તેનું સાધન ત્રણે અભેદરૂ૫ આત્મા જ છે. આત્મા આનંદઘન શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટા છે, તેમાં પુણ્ય, પાપ, રાગ, મળ, મેલ આદિની ક્રિયા નથી. મિથ્યા અભિપ્રાય રહિત આત્માની પૂર્ણ કૃતકૃત્ય મોક્ષસ્વભાવની પ્રતીત (શ્રદ્ધા)-તેનું નામ સમ્યગ્દર્શન છે. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન, સ્વાધીન, પવિત્ર, જ્ઞાયક આખો આત્મા–તેનું જ્ઞાન અને તે જ્ઞાનમાં ટકી રહેવું, ઠરવું, એકાગ્ર થવું, તે ચારિત્ર; એનું નામ વ્રત-પચ્ચખાણ છે, આત્મધર્મ છે, સંવર છે, પ્રતિક્રમણ છે, એ વિના ધર્મ નથી. એ સિવાય બધાં ચારિત્ર આદિ બાહ્ય છે, પર છે, કર્મભાવ છે, બંધભાવ છે, હું કોણ છું તેની ઓળખાણ નથી, તો શેમાં વર્તે? સ્વભાવમાં વર્તવું તે વ્રત કહેવાય. સ્વસ્વરૂપનું અવિરુદ્ધ ભાન નથી તે વર્તે ક્યાં? ભાન વિના જડભાવમાં-બંધપ્રસંગમાં વર્તે. શુદ્ધતાની શ્રદ્ધા, શુદ્ધતાનું જ્ઞાન અને વર્તન એ જ મોક્ષમાર્ગ છે. આવો નિગ્રંથ સર્વજ્ઞ ભગવાન તીર્થંકર પરમાત્માનો પ્રરૂપેલો માર્ગ, હે ગુરુદેવ! આપે સંક્ષેપમાં સમજાવ્યો, આ સિવાય તીર્થકર વીતરાગનો બીજો માર્ગ નથી. વીતરાગની આજ્ઞાના નામે જે કોઈ જ્ઞાન સિવાય બીજું કહે તે કર્મભાવ, બંધભાવ, અજ્ઞાનભાવ માનવો. ત્રણેકાળે અનંત જ્ઞાનીનો એક જ મત છે. જેમાં રાગ-દ્વેષ કે અજ્ઞાન નથી એવો નિગ્રંથ વીતરાગ સર્વજ્ઞનો માર્ગ ત્રણે કાળે એક જ હોય. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #407 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૩] [ ૩૮૧ અનંત જ્ઞાની ભગવંતોને શું કહેવું છે તે આશય સમજ્યા વિના જે કોઈ એક તત્ત્વમાં બીજું કર્તવ્ય નાખે છે, તે નિમિત્તને આત્મામાં ખતવે છે, તે મિથ્યાત્વી છે. સર્વશ વીતરાગને સમજ્યા વિના બહા૨થી બીજું મનાયું છે. જૈનદર્શન તે સનાતન નિગ્રંથધર્મ છે. ત્રણેકાળ એ એક જ ધર્મ જયવંત છે. ૨૪મા તીર્થંકર શ્રી મહાવીર ભગવંત પછી ૧૬૫ વર્ષ બાદ બાર વર્ષ દુષ્કાળ પડવાથી બે મતના બે ફાંટા પડી ગયા તે પંચમકાળ હુંડાવસર્પિણી કાળનો મહિમા છે. તેમાં વીતરાગને નામે અન્યથા માનનારા ઘણા છે. તે વિભાવ માન્યતારૂપ ભૂલ દશાને ટાળીને શુભ-અશુભ રહિત, શુદ્ધભાવમાં ટકી રહેવું એ જ મોક્ષમાર્ગ છે. આત્માની સાચી પ્રતીત થઈ છતાં શુદ્ધતામાં સ્થિ૨૫ણે-એકાગ્રપણે ટકી ન રહેવાય એ જુદી વાત છે. તે ચારિત્રની નિર્બળતા છે, પણ ત્યાં દર્શન સંબંધી દોષ નથી. અભિપ્રાયમાં તો નિઃશંકતા વર્તે છે. શુભ અને અશુભ ભાવ બેઉ અશુદ્ધ અવ્યવસાય છે, તે કર્મભાવ છે; તે મારા નથી, કારણ કે પોતાનું શુદ્ધસ્વરૂપ ૫૨થી ભિન્ન, પોતાને વિષે નિશ્ચય અવભાસ્યું છે. જે દયા કરવાના શુભ અને હિંસા કરવાના અશુભ પરિણામને, તથા દેહાદિનાં કામને પોતાનું માને છે તેને પોતાના સત્સ્વરૂપનો અનાદર છે. તે અનંત જ્ઞાનીની અશાતના છે, કા૨ણ કે તેણે આત્માને રાગવાળો માન્યો, તેમાં ઠીક માન્યું, તે કર્તવ્ય માન્યું. ‘ કર્તાનું ઇષ્ટ તે કર્મ.’ કર્તા પોતાનું વહાલું જે કર્મ ( કાર્ય ) તેને કેમ છોડે ? ન છોડે. માટે જેને દેહાદિમાં કર્તાપણાની રુચિ છે. તેને પવિત્ર વીતરાગી આત્માની રુચિ ન જ હોય એટલે કે અરુચિ-દ્રોહ હોય જ. જેણે સત્સમાગમ વડે સદ્ગુરુના ઉપદેશથી પોતાના પૂર્ણ શુદ્ધ આત્માને અસંગ, અબંધ, એકરૂપ જ્ઞાતાપણે સ્વીકાર્યો તેણે સત્સ્વરૂપ દેવ, ગુરુ, ધર્મનો સ્વીકાર કર્યો છે, તેમાં આત્મા સ્વાધીન શુદ્ધ છે તેનો પણ સ્વીકાર થયો. અનંત નિદ્રંથ ભગવંતોનો સ્વભાવ પોતાથી પોતાવડે જાણ્યો, તેથી પોતામાં જાગીને કહ્યું કે “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિગ્રંથ.” નિર્દોષ વીતરાગ પુરુષોએ કહેલો કે માનેલો આત્માનો ત્રિકાળી ધર્મ સ્વીકાર્યો, એટલે પોતાનો પણ તેમાં સ્વીકા૨ થયો. જેમ બીજનો ચંદ્રમા ઊગ્યો તે ત્રણ પ્રકા૨ એક સાથે દેખાડે છે-બીજ દેખાય, આખો ચંદ્ર દેખાય, કેટલો ઊઘડવો બાકી રહ્યો તે પણ જણાય છે; તેમ સમ્યગ્દર્શન થતાં પૂર્ણની પ્રતીતિ, કેટલો ગુણ એ જાતનો પ્રગટયો, અને કેટલો બાકી રહ્યો તે એક સાથે જણાય છે. t “ સમજાવ્યો સંક્ષેપમાં ” એટલે સકળ માર્ગનો સાર સમજાવ્યો. આ પંચમ કાળમાં ધન્ય ધન્ય અવતાર. આયુષ્ય ટૂંકું-તેમાં આપ શ્રીગુરુ ભગવાન મળ્યા, તેથી મને અપૂર્વ આત્મભાન આવ્યું કે મારો નિશ્ચયે મોક્ષ છે, શિષ્યનો ભક્તિભાવ, ઉત્સાહ ઉભરાય છે, આલ્હાદ આવે છે, આત્મપ્રમોદ પ્રગટે છે. જેમ સૂર્યને દેખતાં જ સરોવ૨માં ૨હેતું સહસ્રમુખી કમળ વિકસિત થાય, તેમ ભક્તહૃદય શ્રી સદ્ગુરુ ભગવંતને દેખીને પ્રફુલ્લિત ભાવથી ભક્તિ કરવામાં ઉલ્લસિત થાય છે, અને સાધકભાવથી બહુમાન કરે છે. ૧૨૩ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #408 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૨] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા શિષ્ય અહીં શ્રી સદ્ગુરુ ભગવાનનો ઉપકાર દર્શાવે છે - અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. ૧૨૪ “ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યારે પંચમ કાળમાં ” અનંતવાર વીતરાગની આજ્ઞા અને નિર્ગથધર્મના નામે વિપરીત માર્ગનું સેવન કર્યું, તે ભૂલ નિર્દોષ અભૂલસ્વભાવના ભાનવડ ટાળવાથી અપૂર્વ આત્મજ્ઞાન પ્રગટ થયું છે. આમાં ચાર ચાર વાર “અહો” આવે છે. અતીન્દ્રિય આનંદામૃતના સાગર પંચમ કાળમાં ઊછળ્યા. અહો! આશ્ચર્ય! અહો!! પોતાના પુરુષાર્થને ઉપાડવા, સ્વચ્છેદનો ત્યાગ કરી, શિષ્ય અર્પાઈ જાય છે, તે અર્પણતામાં જ લોકોત્તર વિનયનો અપૂર્વ મહિમા છે. તે લાયક શિષ્ય છે. તે કહે છે કે હે! પરમ કૃપાળુ સદ્ગુરુદેવ! અહો ! કરુણાના અપાર સમુદ્ર સ્વરૂપ આત્મલક્ષ્મીવંત આપ પ્રભુએ આ પામર પર આશ્ચર્યકારી પરમ ઉપકાર કર્યો છે. તે મનના પરિણામ દ્વારા તમારો ઉપકાર હું કેમ ગાઈ શકું? વાણીથી પણ કેટલું કહી શકું? માત્ર વિકલ્પ રહિત સ્વભાવમાં ઠરી જાઉં, સમાઈ જાઉં, એ જ કૃતકૃત્યતા છે. હે શ્રીગુરુ! આપની અપાર સિંધુ સમાન નિષ્કારણ અકષાય કરુણા છે. મારામાં અનંતગુણી પામરતા દેખાય છે, પણ તે પામરતા સાથે અનંતગુણનું ભાન છે, અને બેહદ વીર્યનો ઉપાડ છે, પુરુષાર્થ છે. કરુણાના બે પ્રકાર છે. એક પ્રશસ્ત વિકલ્પ તેમાં પણ અસ્થિરતાથી છૂટીને નિર્વિકલ્પ સ્થિરતાનો ભણકાર છે, અને બીજો પ્રકાર પૂર્ણ વીતરાગસ્વરૂપ અરિહંત પરમાત્મા, તીર્થકરઆદિ સર્વજ્ઞદેવ જેમને અકષાયકરુણા છે. પોતાનો પુરુષાર્થ ઉપાડવા માટે ઉપકારીને ઓળખી તેમાં ઉપકારીપણું આરોપી શકાય છે, તેમાં સનું બહુમાન છે. શ્રીમદ્ભો સમ્યગ્દર્શન માટે પત્ર છે કે હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગ્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. “હે શ્રી કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.” તેમાં અનંતગુણનો તથા પરમ ઉપકારીને ઓળખીને સનું બહુમાન લાવી પોતાની પામરતા (નિર્માનતા) વર્ણવી છે. સદ્ગને અહો ! અહો! બે વાર કહ્યું છે અને ઉપકારમાં બે વખત “અહો' શબ્દ છે તે અપૂર્વ આશ્ચર્ય કહ્યું. જેમ નિર્ધનને કોઈ લાખ રૂપિયા આપી દે તો તેને કેવો હર્ષ થાય? તે તો વિકારીભાવ છે. પણ અહીં તો અતીન્દ્રિય નિરાકુળ આનંદ છે. ઉપકાર સમજનાર ઉપકારીનું બહુમાન કરે છે, તેમ પોતાના ગુણનો આદર છે. ગુણ પ્રગટયો એટલે નિર્માનતા પ્રગટી. સ્વચ્છેદ ટાળીને સ્વાધીનતા પ્રગટી એટલે ગુરુભક્તિનું મહામાન ઊછળ્યા વગર ન રહે અને શ્રીગુરુનો ઉપકાર પણ ગાય જ. ગુણ તો પોતામાંથી પ્રગટ કરવાનો છે, પણ છદ્મસ્થ અલ્પજ્ઞ હોય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #409 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૫] [૩૮૩ ત્યાં સુધી અલ્પ પ્રશસ્ત રાગ રહે છે, અને પાછળ વિકલ્પના અભાવરૂપ પુરુષાર્થ હોય છે. શ્રીગુરુને અકષાય કરુણા છે, એમ સમજીને સદ્ગુરુને સાક્ષાત્ ભગવાન કહેવામાં વિરોધ નથી. ૧૨૪ [ તા. ૨૫-૧૧-૩૯] હવે! શિષ્ય આનંદમાં આવતાં “શું કહું, શું ધરું” એમ કહે છે : શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૧૨૫ હે! શ્રી સદ્દગુરુ ભગવંત! આપ તો અનંત ઉપકારી છો, હું આપના ચરણ આગળ શું ધરું? સગુરુ પરમ નિષ્કામ છે. જેણે આત્મા આપ્યો તેમના ચરણ સમીપે બીજાં શું ધરું? એ પ્રભુના ચરણાધીન વર્તુ, એમાં જ સાચો વિનય છે. શિષ્ય એમ ન કહે કે મારા ઉપાદાનની તૈયારી હતી, તેથી મને વાણીનો એવો યોગ થયો, મારાં પુણ્ય હતાં તેથી તે નિમિત્ત થયા, એવી ભાષાવિકલ્પ પણ ન હોય, પણ નમ્રતાથી તે નમતો ઢળતો રહે છે. સદ્ગુરુ ઉપદેશના દાતા છે તે ઉપચાર કથન છે. વીતરાગને કોઈ રાગ કે ઇચ્છા ન હોય; આ જીવ ધર્મ પામે તો સારું એવો વિકલ્પ પણ ન હોય. જો એટલો પણ હોય તો તે વિતરાગ નથી. શુભરાગની અલ્પવૃત્તિ પણ કષાયપરિણામરૂપ અશુદ્ધ ભાવ છે; પણ નિષ્કારણ કણા શ્રી સર્વજ્ઞ તીર્થકર ભગવાનને છે, એમ ભક્તો આરોપ કરે છે. તેમને કોઈ ઉપર દયાનો વિકલ્પ તથા ઉપદેશ દઉં એવો શુભ રાગભાવ નથી, પણ પૂર્વનાં પુણ્યના ઉદયે વાણીયોગ હોય છે. વીતરાગ ભગવાન બોલે નહિ, વાણી સહેજે છૂટે છે. સાંભળનારનાં પુણ્યનો યોગ છે,-નિશ્ચયથી એમ છે, છતાં શિષ્ય સમજીને પોતાને અનંત ઉપકારનું ઇષ્ટ નિમિત્ત ગણીને તેમનું મહામાન-વિનય કરે છે. ગણધરદેવ પણ કહે છે કે હે સર્વજ્ઞ ભગવાન ! આપે અનંત ઉપકાર કર્યો છે. ભગવાનને ઉપકારનો વિકલ્પ પણ નથી, છતાં ભક્તો પોતાનો એ નિમિત્તે પુરુષાર્થ ઉપાડે છે, અને વિનય કરે છે, સતુનું બહુમાન કરવા અંતરથી ઊછળી પડે છે. પોતાનો પુરુષાર્થ ઉપાડતો, કષાયનો ટાળતો સ્વરૂપભક્તિનો પુરુષાર્થ ઊછાળી બેહદ સ્વભાવનો પ્રમોદભાવ કરે છે, કે હે નાથ ! આપે મને આત્મા આપ્યો, આપ અકષાયકરુણાના દાતાર છો. આપ તારનાર તીર્થસ્વરૂપ છો, એમ ઉપકારીનો ઉપકાર હૃદયમાં સમજતો, વીતરાગના સ્વરૂપને ઓળખીને સનું બહુમાન કરે છે. અનંત કાળની અશાંતિ-ભૂલ ટળી અને પરમ શાંતિનું અંતર વેદન પ્રગટ થયું, તેથી જ્યાં જુએ ત્યાં જ્ઞાનીનો ઉપકાર દેખે છે, બીજું દેખતો નથી. વિકલ્પમાં બેઠો હોય જ આવશ્યક ક્રિયાનું જ્ઞાન કરતો હોય, છતાં તે સત્નો વિનય કરે છે. આદર કરે છે. શાસ્ત્રમાં વ્યવહારથી-નિમિત્તથી વાણી બોલાય છે, જેમ ઘીનો ડબો કહેવાય છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #410 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તેમ વીતરાગ ઉપર પોતાના ભાવનો આરોપ કરીને પાણીમાં જે ઘટે તે બધુંય કહેવાય. પુરુષાર્થ ઉપાડતો નિમિત્તમાં ઉપચાર કરીને પોતાનો વિનય-ભક્તિભાવ ઉપાડે છે. ધર્માત્મા અંતરમાં વિવેક સમજીને તીર્થકર, સદ્ગુરુદેવ આદિ વીતરાગ સપુરુષોનું બહુમાન કરે છે. દેવ, ગુરુ, ધર્મ સસ્વરૂપ છે, નિર્દોષ વીતરાગ છે. સત્નો આદર તે પોતાના ઈષ્ટ ગુણનો આદર છે. એ ત્રણે વીતરાગસ્વરૂપ છે. વીતરાગની ભક્તિ પ્રશસ્ત રાગ છે, છતાં તે રાગનો રાગ નથી. કોઈ પણ રાગ સર્વથા હેય (ત્યાગવા યોગ્ય) માને છે, છતાં જ્યાં લગી અધૂરી સાધકદશા છે, ત્યાં લગી પ્રશસ્ત રાગ થઈ જાય છે. સમ્યજ્ઞાનનો એવો મહિમા છે કે ત્રણલોક તેને અનુકૂળ છે, સસ્વરૂપના સાધકને કોઈ વસ્તુ બાધક નથી. | શિષ્યને સાચા સ્વરૂપની બોધબીજની પ્રાપ્તિ થઈ તેથી સદ્ગુરુનું મહામાન કરે છે. નિર્માનતા દ્વારા પુરુષાર્થનું વીર્ય ઉલ્લસે છે, અને સ્વરૂપભક્તિમાં સદ્ગુરુને જ કલ્યાણકારી કહે છે. નમોથુણે સ્તુતિમાં આવે છે કે હે પ્રભુ! આપ “જીવદયાણું” છો, આપે જ મને જીવ આપ્યો, એમ પોતાના ગુણનો આરોપ કરીને, સદ્ગુરુને અનંત ઉપકારના કરવાવાળા કહે છે. સ્થિરતાનું બહુમાનપણું એ પૂર્ણ સ્વરૂપની સ્થિરતાનો પ્રેમ છે. મને અનંત કાળમાં આત્માપણાનું ભાન ન હતું તે આપે જ યથાતથ્ય બતાવ્યું, હું જડ જ હતો તે જડતા પલટાવીને આપે જ મને જીવત્વ “ આત્મા” આપ્યો. હું મને ભૂલીને પુણ્ય-પાપ-રાગાદિમાં મારાપણાની કલ્પના કરીને પરવસ્તુમાં ચેતનધર્મ માનતો હતો, તે ભૂલ ટાળીને આત્માને એવો જાણ્યો કે હું તો શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન છું, સ્વાધીન છું, એમ સમ્યજ્ઞાન થયું, તે આપની કરુણાના પ્રતાપે છે. “હું” આત્મા બન્યો માટે આપ જ “જીવદયાણું” છો. સ્થિરતા-રમણતા સહિત, પૂર્ણ સ્વરૂપની મીટ માંડી સદ્ગુરુના શરણમાં ઊભો રહી, વિકલ્પ તોડીને આખી પૂર્ણ સ્થિરતાને ભાવતો, રુચવતો, સ્પર્શતો, શિષ્ય કેવળજ્ઞાનના ભણકાર દેખે છે; અને કહે છે કે આપના ચરણાધીન હતું, એટલે કે જેવું સ્વરૂપ છે તેવી શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનની એકાગ્રતારૂપ સ્વચારિત્રમાં રમણતા કરું. તમારા ચરણકમળમાં વર્લ્ડ એ ઉપચાર છે, પણ ઉપકારીનો અનહદ ઉપકાર આવ્યા વિના રહે નહિ. તેથી શિષ્ય અનંત ગુણના નિધિ સગુરુ પાસે પોતાનું દીનત્વ કહે છે, સાથે અનંત શક્તિનું ભાન છે. પણ જેને ચૈતન્ય ભગવાન આત્મા કેવો છે, કેવડો છે તેની ઓળખ નથી, અને કહે કે અમે આત્મા છીએ, એમ અમને ખબર નહિ હોય? એવો ખોટો દાવો કરે છે તે આત્માને નામે મન, વચન, કાય એટલે કે યોગની ક્રિયામાં શુભ પરિણામમાં ધર્મ માનીને સંતોષાઈ ગયા હોય છે. તેને સાચું સમજવાનો અવકાશ રહેતો નથી. તે ભક્તિ કરે છે તોપણ રાગની કષાયની ભક્તિ કરે છે. ભાર વિના ભક્તિ કોની? અહીં શિષ્ય સમજીને અંદરથી વિવેક, જાગૃતિ સહિત સગુનો (સત્નો) વિનય કરે છે. હે નાથ ! આપે જ આત્મા આપ્યો. પોતે જાણ્યું કે એક પરમાણુ માત્ર મારું નથી, એટલે મન, વચન, કાયા આદિ દેહભાવથી રહિત થઈને આપની આજ્ઞામાં વતું, પરમાત્માનો સેવક પરમાત્મા જેવો જ હોય, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #411 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૬-૧૨૭] || [૩૮૫ આપ જે ભાવોથી પૂર્ણદશાને પામ્યા છો તે ભાવે હું પણ આપની આરાધના વડે એકલો ચાલ્યો આવું છું. ૧૨૫ અહીં શિષ્ય પ્રભુ આધીન વર્તવાની ભાવના કરે છે : આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ દાસ, હું દાસ છું, તેવું પ્રભુનો દીન. ૧૨૬ હવે આ દેહાદિ કે શબ્દાદિ વગેરે જે કંઈ મારું માન્યું હતું તેના મમત્વથી છૂટીને, તેનો હું સાક્ષી છું, એટલે કે આજથી સદ્ગુરુની આજ્ઞાએ (પ્રભુને) આધીન હતું. હું તે પ્રભુનો દાસ છું, દીન દાસ છું. પૂર્વે અનંત કાળથી સાચી સમજણ વિના, સ્વરૂપની સાચી પ્રતીતિ વિના, અનંત સંસારમાં રખડવું થયું; તે એક પોતાના અજ્ઞાનથી થયું, અને તેથી “પામ્યો દુઃખ અનંત.” આત્માના નામે જે કંઈ પુણ્ય, દયા, સત્ય, દત્ત, બ્રહ્મચર્ય, વ્રત આદિ પૂર્વે અનંત વાર કર્યું જે કર્યું તે બધુંય બીજાં કર્યું, માત્ર એક આત્માને જાણ્યો નહિ, માટે અનંત ભવમાં અનંત દુઃખ પામ્યો. તે પરમપદ શુદ્ધ આત્મ-સ્વરૂપ આપે સમજાવ્યું એટલે ભવિષ્યકાળમાં હું અનંત દુઃખને પામત તેનું મૂળ જેણે છે એવા શ્રી સદ્ગુરુ ભગવાનનો હું દાસ છું, દાસ છું, દીન દાસ છું. સદ્ગુરુ આજ્ઞાનુસાર આ પરમ સત્નો નિશ્ચય અને આશ્રય જ એક કર્તવ્ય છે, એવી સમજણ અને સમજણનો વિવેક આત્મામાં વર્તતા પરમ ઉપકારીનો ઉપકાર સ્વીકારે છે. ૧૨૬ છ સ્થાનક વડે આત્મા ભિન્ન બતાવ્યો તેનો શિષ્ય ઉપકાર જાહેર કરે છે : ષટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭ છએ સ્થાનક સમજાવીને હે સદ્ગુરુદેવ! આપે દેહાદિથી આત્માને, જેમ મ્યાનથી તલવાર જુદી કાઢીને બતાવે એમ સ્પષ્ટ જુદો, એક પરમાણુ માત્રના સંબંધ રહિત, (પરથી જુદો) બતાવી અમાપ ઉપકાર કર્યો છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય, આત્મા ચિટ્વન છે તેમાં જ બતાવ્યો. બાહ્યથી કંઈપણ સાધનનો આશ્રય જ્ઞાન, દર્શન, ચારિત્રમાં નથી, એમ જ હોવાથી જેને અનંત ગુણનું ભાન થયું છે, એવો શિષ્ય પોતાની પામરતા વર્ણવીને પુરુષાર્થ ઉપાડે છે. એ જ લોકોત્તર વિનયનો મહિમા છે, તેમાં જ પોતાનો મહિમા છે. “ચેતનરૂપ અનૂપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો.” મારું આત્મપદ પૂર્ણ શુદ્ધ પરમાત્મા સમાન છે પણ ઊંધી દષ્ટિવાળાએ પરના નિમિત્તથી બંધવાળો-ઉપાધિવાળો માન્યો છે. સિદ્ધ ભગવાન જેવો ન માન્યો તેથી તે મિથ્યાષ્ટિ છે. સ્વાધીનપણું ભૂલીને પોતાને બંધવાળો કે વિકારી માને તો વિકાર સ્વભાવ ઠરે; પણ ચૈતન્યસ્વભાવ બંધરૂપ નથી. એક સમયમાત્રની ભૂલ વર્તમાન અવસ્થાની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #412 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૬] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા યોગ્યતાના કારણે હતી, તે ભૂલ ક્ષણમાં પલટીને પૂર્ણ સિદ્ધદશા પ્રગટ થઈ શકે છે. પૂર્ણતાને લશે. સાધકસ્વભાવ જેને ઊઘડયો તે હવે અંતરચારિત્રની ભાવના કરે છે, કે હું મારા જ્ઞાન-દર્શનસ્વરૂપચારિત્રમાં લીન થાઉં. તેમાં એમ પણ આવ્યું કે મારામાં પરનું એકપણ કર્તવ્ય નથી, છતાં કોઈ માને તો તે મિથ્યા છે. હું સામા જીવને સુખી કરી શકું, મેં પરની દયા પાળી, પળાવી, મેં દેહાદિ ક્રિયારૂપ ચારિત્ર પાળ્યું એ માન્યતા મિથ્યા છે; તેમાં ધર્મ નથી, ચારિત્ર નથી. કષાય પાતળો પાડે તો પુણ્ય છે. ધર્માજીવ ચારિત્રની ભાવના વડે સ્થિરતા વધારે છે. જેવા સર્વજ્ઞ વીતરાગ ભગવાન છે, અને તેમનું જેવું નિર્મળ ચારિત્ર છે, તેવું જ મારું યથાખ્યાતચારિત્ર શીવ્ર પ્રગટ થાઓ, એમ પુરુષાર્થ ઉપાડીને સત્નો વિનય કરે છે. હે નાથ ! આપે જ આત્મા આપ્યો! હે પ્રભુ! આપનો ઉપકાર અમાપ છે. તે સમજે છે કે કોઈ કોઈના પર્યાયને લેતું દેતું નથી, કારણ કે આત્મા સ્વયં સ્વાધીન તત્ત્વ છે, તે નિરપેક્ષ અને કષાય રહિત છે, નિર્વિકલ્પ છે. મનના વિકલ્પ અને વાણી દ્વારા સદ્ગુરુનો વિનય શી રીતે કરું? બસ! ઠરી જાઉં એ એક લક્ષ છે, એ પૂર્ણ ચારિત્રની ભાવના છે. ૧૨૭ ઉપસંહાર હવે ઉપસંહાર કરે છે : દર્શન ષટે શમાય છે, આ ષ સ્થાનક માહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ છ બોલની પીઠિકા ઉપાડી ત્યારે કહ્યું હતું કે “ષ સ્થાનક સંક્ષેપમાં, પર્દર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનીએ એહ” તેમ છ બોલનું સ્વરૂપ પૂરું થતાં આ ગાથા કહેવામાં આવી છે. એ છ પદથી પર્દર્શનનું સ્વરૂપ પૂર્ણ શું, અખંડ કેવું હોવું જોઈએ, એકાંત અને વિરોધ કેમ છે, એ પણ સમજાવ્યું છે. તેને વિચારવાથી કંઈ શંકા રહે નહિ. જીવ નિઃસંદેહ થયો એટલે નિઃસંદેહ તત્ત્વની પ્રતીત, સ્થિરતા સાથે લઈને ઉપડ્યો છે. આત્માને પરથી જુદો સ્વાધીનપણે જેમ છે તેમ જાણો તેણે સર્વજ્ઞ વીતરાગ પરમાત્માને જાણ્યા. જેવા પરમાત્મા પૂર્ણ શુદ્ધ છે તેવો જ હું છું, એમ બધાં પડખાંથી નિર્ણય કર્યા પછી શંકા ન પડે. જે બાજુનો પવન ફરે તે બાજુ ધજા ફર્યા કરે, તેમ લોકો સાચા-ખોટાનો નિર્ણય કર્યા વગર “જી મહારાજ !” કરીને જ્યાં-ત્યાં અર્પણતા કર્યા કરે છે; સમન્વય કરીને વિનયમિથ્યાત્વને પોષણ આપે છે. તેને સાચો નિર્ણય ક્ય થી થાય? ખરી પરીક્ષા વિના બહારથી જ ધર્મ મનાયો છે, અને તેથી “સૌ સાધન બંધન થયાં.” અનંત કાળમાં જે કંઈ કર્યું તે બધુંય મફતમાં ગયું; પણ આ જાતની વિધિ સહિત, અંતરતત્ત્વની પરીક્ષા કરીને આ કહ્યો તે માર્ગ વિષે, અવિરોધપણે વિચાર કરે તો તેમાં કંઈ પણ સંશય રહે નહિ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #413 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૮] [૩૮૭ આત્મા સદા ઉપયોગી છે” અર્થાત્ સ્વજ્ઞાનનો વ્યાપારવાળો છે. લોકો તે ગોખી જાય, વાંચી જાય, પણ આત્મા અરૂપી જ્ઞાનસ્વરૂપ છે તેનો અંતરંગ ઉપયોગ શું, તેની કાંઈ ખબર પડે નહિ, અને બહારથી ઉપયોગ માને, એટલે કે કંઈ લેવું, મૂકવું, જોઈને ચાલવું, પરની દયા કરવી, એ વગેરે જડની ક્રિયા અને કર્મભાવને આત્માનો ઉપયોગ માને છે, અને કહે છે કે અમે વીતરાગની આજ્ઞાને માનીએ છીએ. આ પોતાની ખોટી દૃષ્ટિએ ઉપયોગની ખતવણી કરી છે; વીતરાગને ઓળખ્યા વિના, વીતરાગના નામે કર્મભાવમાં ધર્મ માન્યો છે. ઘણાં પુણ્ય કર્યા છતાં પાપાનુબંધી પુણ્ય હોવાથી સંસાર વધ્યો. ભવ ન ઘટયો. માટે જે પોતાના સ્વચ્છેદે અથવા સત્અસત્ની પરીક્ષા વિના આત્મા માને છે, ધર્મ માને છે તે ખોટું છે. હું ભવી છું કે અભવી છું, અલ્પ ભવવાળો છું કે બહુ ભાવવાળો છું, એ આદિ સંદેહ રહ્યા કરે ત્યાં સુધી આત્માની ખરી પરીક્ષા થઈ નથી એમ જાણવું. આપણને ખબર ન પડે, કેવળી ભગવાન જાણે,-એમ લોકો કહે છે. પણ ભાઈ રે! તું કહેતો હતો ને કે અમે દેવ, ગુરુ, ધર્મને માન્યા છે, અને આત્માની શ્રદ્ધા છે; પણ સંદેહ છે ત્યાં સાચી શ્રદ્ધા જ નથી. પોતાની ભૂમિકા દેઢ થયા વિના પ્રતીત સાચી નથી, અને સ્થિરતાનો પુરુષાર્થ પણ નથી. સમ્યગ્દષ્ટિ નિસંદેહ છે. આત્મા જ્ઞાનદશા પામ્યો છે તે જ્ઞાની જાણે છે. એક નિર્ણય યથાર્થ ભાનદ્વારા આવ્યો કે આત્મસ્વરૂપ ત્રિકાળ આમ જ છે, એ નિઃસંદેહ નિર્ણય આવ્યો તેમાં પોતાનો, અનંતજ્ઞાની સર્વજ્ઞના જ્ઞાનમાં સ્વીકાર થઈ ગયો છે, એવી સાક્ષી પોતાને જાતથી આવે છે. જે સ્વરૂપના ભાન સહિત (મનની ધારણા વિના) સહજ પ્રયત્નથી સ્વયં જાગ્યો તેને શંકા ન આવે. અહીં કેટલાક ઊંધા નિઃશંક પડ્યા છે તેની વાત નથી. શ્રીમદ્ નાની ઉંમરમાં કહે છે કે “જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થા૫,' જ્યાં સમ્યજ્ઞાન-બોધિબીજ પ્રગટયું, ત્યાં અંતરથી સહજ સ્વરૂપ આત્મખ્યાતિ ચૈતન્યની જાહેરાત થાય છે. બેહદ સુખસ્વભાવની શાન્તિ, તૃતિ, સંવેદન વધતાં જાય છે અને પુરુષાર્થસહિત નિર્ણય દેખાય છે. કોઈ ભગવાનને પૂછયા વિના પોતાની જાતને નિઃસંદેહ ખબર પડે કે મારે હવે એકાદ કે અમુક ભવ બાકી છે, વધુ ભવ નથી. તે નિઃસંદેહ થયો, નિઃશલ્ય થયો, તેનું વીર્ય પૂર્ણતાને લક્ષ સ્થિરતા સાધતું આગળ વધે છે. સ્વભાવે પરનો અકર્તા હતો તેથી વર્તમાનમાં અકર્તા થયો. આત્મા શુભ-અશુભ કર્મનો કર્યા છે, એમ શાસ્ત્રમાં ટૂંકી ભાષા નિમિત્ત-નૈમિત્તિકનું જ્ઞાન કરાવવા કહી હોય પણ ઘીના ઘડાની જેમ તે વ્યવહારવચન માત્રને પકડીને શબ્દાર્થનો આગ્રહ કરે તે મિથ્યા કરે છે, માટે પરમાર્થ-સાચા અર્થને જ સમજવો. જડનો કર્તા-ભોક્તા અજ્ઞાની પણ નથી. માત્ર અજ્ઞાની તેમ માને છે. જો આત્મા જડ કર્મનો કર્તા હોય તો આત્મા જડ થઈ જાય. યોગ્યતાના કારણે કથંચિત્ રાગ-દ્વેષનો કર્તા જીવને કહેવાય છે; તે અજ્ઞાનભાવ ટાળીને સમ્યજ્ઞાન પ્રગટ કરી શકાય છે. જેમ સૂર્યનાં કિરણો હોય તેમ સમ્યગ્દર્શન-જ્ઞાનમય સૂર્યનાં આઠ કિરણો (સદ્ગુણરૂપે ) હોય Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #414 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૮] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા છે. તેમાં (૧) મુખ્ય કિરણ આ ગાથામાં કહેલ નિઃશંકિત ગુણ છે. આત્મા અને સિદ્ધ પરમાત્મામાં શક્તિપણે કિંચિત્ ભેદ નથી. બેહદ જ્ઞાનશક્તિનો પિંડ, અજર, અમર, પૂર્ણ કૃતકૃત્ય છે. સમસ્ત વિરોધ-દોષ રહિત અસંગ પૂર્ણ પવિત્ર હું છું એવી નિઃસંદેહ પ્રતીતિ પૂર્ણતાને પહોંચી વળવાના પુરુષાર્થ સહિત વર્તે છે, તે જ જ્ઞાનની ક્રિયા છે. પોતાના નિસંદેહ અભિપ્રાયમાં ભૂલ, ભય, શંકા ન પડે તે નિઃશંકિત ગુણ છે. (૨) નિઃકાંક્ષિત ગુણનું કિરણ એવું છે કે મોટાં પુણ્યપદ-ઇન્દ્ર, ચક્રવર્તી, તીર્થકરના પુણ્ય પણ સમ્યગ્દષ્ટિ ઇચ્છે નહિ. એક પૂર્ણ શુદ્ધ મારું આત્મપદ છે તે પ્રગટ થાઓ તે જ તેની ભાવના છે. (૩) નિર્વિચિકિત્સા ગુણનું કિરણ એવું છે કે, પોતાના પવિત્ર જ્ઞાતાસ્વભાવની અરુચિ ન થવા દે, અને રાગ-દ્વેષ-અજ્ઞાનથી બચાવે તે વૈદપણું (જ્ઞાનચિકિત્સા ) છે, (૪) અમૂઢત્વ ગુણનું કિરણ એવું છે કે શુભ-અશુભ પરિણામની વૃત્તિ ઊઠે તેની વહેંચણીમાં ભેદજ્ઞાનમાં ન મૂંઝાય, કે આ તે મારો ગુણ છે કે પરભાવ છે, કષાય છે કે અકષાય છે, એમ સ્વભાવ-પરભાવને બરાબર જાણે; જાણવામાં મૂંઝાય નહિ, ભૂલે નહિ. (૫) ઉપગૂઠન ગુણનું કિરણ એવું છે કે દોષને ટાળે અને ગુણમાં વૃદ્ધિ કરે. (૬) સ્વરૂપની સ્થિરતારૂપ સ્થિતિકરણ ગુણનું કિરણ એવું છે કે, રાગ-દ્વેષરૂપ અસ્થિરતાને ટાળે અને પોતાને અખંડ શાન્તિસ્વરૂપમાં જ સ્થિર રાખે (૭) વાત્સલ્યગુણનું કિરણ એવું છે કે, પૂર્ણ સ્વભાવની રુચિ હોવાથી પૂર્ણ વીતરાગતા-શુદ્ધ પરમાત્મપદનો પ્રેમ છે, તેમાં સંસારમાં પ્રેમ ભુલ નથી, ગૌવત્સ સમાન સ્વરૂપની સાચી પ્રીતિ છે. (૮) પ્રભાવના ગુણનું કિરણ એવું છે કે સમસ્ત પ્રકારે (બધાં પડખાંથી) પોતાના શુદ્ધ સ્વરૂપમાં સાવધાની રાખવાની ભાવના, ચારિત્રગુણની ખીલવટ કરીને સ્વગુણનો ઉદ્યોત કરે છે. જ્ઞાયકસ્વભાવ જયવંત વર્તા, વિજયવંત હો ! એવો પુરુષાર્થ ઉપાડીને આત્મધર્મની પ્રભાવના એવી કરવી કે કેવળજ્ઞાનના સંદેશા આવે, જાતની જાગૃતિના અપૂર્વ ભણકાર આવે કે હવે ભવ નથી. ૧૨૮ આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સગુરુ વૈધ સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ આગલી ગાથામાં આઠ ગુણ સહિત નિઃસંદેહપણું આત્મામાં કેવી રીતે છે તે કહ્યું. અત્રે તેનાથી વિપરીત આત્મભ્રાંતિ (સંશય = ભ્રમણા) રહેવી, તેના જેવો કોઈ મોટો ગંભીર રોગ નથી, એમ જણાવ્યું. વસ્તુનો જે સહજ સ્વભાવ છે તેની પ્રતીતિ નહિ, અને બહારથી કંઈ કરો તો સંવર નિર્જરા થશે એમ બાહ્ય ક્રિયાથી આત્મધર્મ માની, ચૈતન્ય ઉપર ગૂમડાંની વૃદ્ધિ કરીને જીવ રાજી થાય છે. પણ એવી ઊંધી માન્યતાને જ્ઞાની ભગવંતો મિથ્યાદર્શનશલ્ય કહે છે, બધાં પાપો કરતાં તે અતિ ઘણું મહાપાપ છે, સ્વયં અપરાધ છે, સ્વહિંસા છે, સત્તર પાપ તે ચારિત્રના દોષ છે, અને આ મિથ્યાદર્શનશલ્ય તે મૂળ પાપની જડ છે, તે દર્શનમોહ છે. શ્રીમદે કહ્યું છે કે “જેમ જેમ મતિઅલ્પતા, અને મોહ ઉદ્યોત, તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર જ્યોત,” એ યથાર્થ છે. કોણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #415 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૮૯ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯] જાણે શું થશે, એ આદિ આત્મસ્વરૂપમાં ભ્રાંતિ, હું બહારથી ગ્રહણ-ત્યાગવાળો છું, હું બંધવાળો છું, જડની ક્રિયાવાળો-દયાવાળો છું, પુણ્યવાળો છું—એ આદિ પ્રકારે પરવસ્તુમાં મારાપણું કરે છે તે જ અનંત ઝેરી બીજ છે. સ્વરૂપની ઊંધી માન્યતા એ એક જ ભૂલ સંસારનું મૂળ છે. શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત-ચોથું ગુણઠાણું હતું, એક મિથ્યાત્વ સિવાય સત્તર પાપ મંદ રસપણે હતાં, છતાં તેઓ પવિત્ર ધર્માત્મા હતા. તેઓ એક ભવે મોક્ષ જશે, માટે પ્રથમ હું કોણ, કેવો છું, કેવડો છું, એ યથાર્થ રીતે સમજો. જે આત્માનો ધર્મ છે, તેનાથી બીજું કર્યું બીજાં થશે. આત્મામાં ભ્રાંતિ અને બહારથી પુણ્યાદિ શુભ પરિણામની ક્રિયા કરે, કાયકલેશ કરે તે બાલચાલ છે. પાડાનો વાંક અને પખાલીને ડામ દે એવી ઊંધાઈ છે. અંતરંગ સ્વરૂપનું ભાન નહિ, અને મન, વચન, કાયાના પ્રયોગમાં મંડયા રહે, દેહનાં હાડકાંને સ્થિર હું રાખું છું, એ આદિ અભિમાન સહિતની ક્રિયાને સામાયિક માનવી તે મહા મિથ્યાત્વનું પોષણ છે. દર્શનમોહ એટલે સ્વરૂપની ભ્રમણા, તેની સ્થિતિ ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેની ઝેરી લાળને વશ જે જીવ છે તે સ્વયં અપરાધી થાય છે. તે ઊંધો પડ્યો સ્વાધીન છે. પોતે જ સવળો પડે અને સદ્ગુરુનો આશ્રય કરે તો જ હિત છે; બાકી તેને કોઈ પરાણે સમજાવી શકે નહિ. પોતામાં અનંત શક્તિ ભરી છે, તેનો દુરુપયોગ તથા સદુપયોગ સ્વયં કરે છે, બહારનું કાંઈ કરી શકતો નથી, માત્ર જ્ઞાનમાં ઊંધાઈ કરે અને પોતાને અન્યથા માને. પાગલ બે પ્રકારે કહ્યા છે. તેમાં એક તો ભૂતાવિષ્ટ–ગાંડો છે, તે તો કોઈ મંત્રાદિ પ્રયોગથી ડાહ્યો થાય છે. બીજો ગાંડો તે મોહી જીવ છે, તે સ્વયં પોતાને વિપરીત પણે માને છે, પરમાર્થને સમજતો નથી અને કર્મભાવને પોતાનો ગુણ માને છે. પ૨પરિણામ તથા સ્વભાવ પરિણામનો તેને વિવેક નથી, એ રીતે સ્વચ્છંદમાં ટક્યો છે, અર્થાત્ એવા ઊંધા નિઃશંક થઈ સંસારમાં પડયા છે. તેની ઘેલછા કોઈ ટાળનાર નથી. આત્મભ્રાંતિ જેવું બીજાં કોઈ મહા પાપ નથી. એની દયા કરનાર કોઈ નથી. પોતે પાત્રતા તૈયાર કરીને સરલ જિજ્ઞાસુ થઈને, સત્સમાગમ મેળવે તો જ છૂટકો થાય. પોતાના માનેલા સ્વચ્છેદરૂપ કુધર્મથી કલ્યાણ નથી. માટે તે રોગને-ભૂલને ટાળવા માટે સદગુરુને શરણે જવું. કારણ કે તેઓ મહા સમર્થ સુજાણ, સ્વભાવના વૈદ્ય છે. શ્રીમદ્ કહે છે કે આત્મસ્વરૂપમાં ભ્રમણા જેવો કોઈ રોગ નથી. બહારથી પ્રતિકૂળ દવા કરે તો ઊલટો રોગ વધે; સદ્ગુરુ ભવરોગ મટાડનાર સુજાણ વધે છે; તેના જેવા કોઈ પરમ ઉપકારી નથી. સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન (સને આશ્રયે વર્તવા સમાન ) બીજું કોઈ પથ્ય નથી. ગુરુ આજ્ઞા-એટલે અખંડ દેશનાવડે, અખંડ સત્માંથી જ્ઞાનીનું એક વાક્ય યથાર્થ શ્રુતગત કરી અંતરમાં સનો આશ્રય કરવો. તેમાં સતશ્રુત અંતરંગ કરી, બેહદ જ્ઞાનબળ ઊછાળી, જ્ઞાનની એકાગ્રતામાં ટકવું, રમવું, ઘોલન કરવું તે ધ્યાન, જ્ઞાનીનાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #416 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૦] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રવાળા વચનોથી અંતરંગ વિચાર, સ્વાધ્યાય, યથાર્થ તત્ત્વમનન-તે વિચાર ધ્યાનરૂપી ઔષધ છે. ભેદવિજ્ઞાનરૂપ વિવેક તે પથ્ય છે; કારણ કે સમજણવડે સત્નો સ્વીકાર પોતે કર્યો ત્યારે ગુરુ આજ્ઞા સમજ્યો એમ કહેવાય, સમજણ અનુસાર રુચિ-સત્ની રુચિ કરનારને જ્ઞાનનો વિવેક હોય છે, તેને હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ થાય જ. હું પરથી જુદો, પૂર્ણ કૃતકૃત્ય, પરથી અક્રિય, ત્રિકાળ પૂર્ણ શુદ્ધ સ્થિર, અખંડ જ્ઞાયક સ્વભાવમાં ટક્યો છું. પરમાર્થરૂપ હું શુદ્ધ એકલો ઉપાદેય છું. પુણ્ય-પાપ-રાગાદિ વિકલ્પ દેહાદિની ક્રિયા બધાં પરદ્રવ્ય હેય છે, મારા સ્વાધીન તત્ત્વમાં કોઈનાં ગ્રહણ-ત્યાગ નથી, એવો હું નિરપેક્ષ શુદ્ધ જ્ઞાયક છું, એમ અબંધદૃષ્ટિનો વિવેક તે સાચું જ્ઞાન-પથ્ય છે; તે જ્ઞાનના આચરણવડ સ્વરૂપ સ્થિરતારૂપ ધ્યાન, મનન એ ઔષધ છે, તે જ શિવસુખનો ઉપાય છે. સત્ અને સત્નો આશ્રય એ જ મુખ્ય ઉપાય કહીને લોકોને ખોટી માન્યતારૂપ સ્વચ્છેદ ટાળવાનો ઉપાય બતાવ્યો છે. [ સંવત્ ૧૯૯૬ કારતક સુદ ૧૫ સમાધિમંદિર, રાજકોટ] આજે શ્રીમદ્ રાજચંદ્રનો જન્મદિવસ છે. આજનો દિવસ રવિવાર પરમ મંગળિક છે, અને પૂર્ણિમા છે. શ્રીમની જયંતિ છે. બીજાં, હજારો વર્ષથી જૂનો જે ઊંચામાં ઊંચો ગ્રંથાધિરાજ “ ધવળ ૫ ડુ ગામ જેનાં દર્શન કરવા હજારો લોકો જતા હતા, અને જેમાં સનાતન જૈનધર્મનું રહસ્ય છે, તે શાસ્ત્રના આજે આનંદનિકેતનમાં દર્શન થયાં. તેમાં પ્રથમ “સિદ્ધ” લખ્યું છે. સમયસારમાં પણ રવિવાર આવ્યા હતો. સમયસારના દર્શન પણ રવિવારે થયા હતા; વળી સમયસારજીની સ્થાપના પણ રવિવારે થઈ છે. શ્રીમના દેહના સમાગમમાં ઘણા આવ્યા હશે, પણ તેમના સત્સમાગમમાં કોઈક વિરલા જ હશે. અહીં પ્રથમ મંગળિક કહીએ. “અહો ! શ્રી સત્પુરુષકે વચનામૃત જગહિતકરમ્, મુદ્રા અરૂ સત્સમાગમ સૂતી ચેતના જાગૃતકરમ્.” સંપ્રદાયનો આગ્રહ છોડી મધ્યસ્થપણે સાંભળવું તે હિતની વાત છે. શ્રીમદ્ભા સમાગમમાં ઘણા આવેલા. તેમાં એક ભાઈ સંપ્રદાયના વલણવાળા અને મૂર્તિપૂજાના વિરોધી હતા, પણ કંઈક સરળ હતા. તેમના ગુરુ તથા બીજાઓ શ્રીમન્ની નિંદા કરતા હતા. તે સાંભળતાં જ તેમને અંદરથી (નાભિમાંથી) નાદ આવ્યો કે અરે! તમે એ પવિત્ર પુરુષની નિંદા કરશો નહિ, મેં તેમને એકવાર લીંબડીમાં જોયા હતા, મહા વૈરાગ્યવંત હતા, ખરેખર ધર્મની મૂર્તિ હતા. એ સપુરુષ છે. એની નિંદા ન કરશો. જાણે ઊંડાણમાં પારાવાર દર્દ થતું હોય એવો અવાજ સહજ આવ્યો, તેમણે કહ્યું કે એ મહાદેવને મિયાં સાથે સરખાવશો નહિ. એની Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #417 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯] [૩૯૧ મુદ્રામાં મેં જે વૈરાગ્ય જોયો છે, તેવો વૈરાગ્ય મેં કોઈ સાધુને જોયો નથી. જાઓ, આ તેમના શબ્દો ! તેમને કાંઈ શ્રીમન્ની પરીક્ષા ન હતી, છતાં અંદરથી સત્નો હકાર આવ્યો, અને ખોટાનો નિષેધ આવ્યો. માણસને મધ્યસ્થ દૃષ્ટિ હોય તો જ સાચી પરીક્ષા કરી શકે, અંતરમાં ઊંડાણથી એ વૃદ્ધ માનવીને સહજ, ધારણા વિના, નાભિથી અવાજ આવ્યો કે હું એની નિંદા સાંભળી શકતો નથી. ટૂટીમાંથી અવાજ-ગોખ્યા વિના, ધારણા વિના સહેજે ભણકાર આવેલો હતો. સપુરુષ પ્રત્યેનો આદર એટલે સત્નો આદર શું સૂચવે છે? તે બતાવે છે કે તે પુરુષમાં કોઈ મહાન પવિત્ર યોગબળ રહેલું છે કે જેનાં સ્મરણો સાંભળતાં મુમુક્ષુને અતિ પ્રમોદ-આનંદ ઊપજે છે. છતાં પંચમકાળ છે, તેથી નિંદકો કોઈ કહે છે કે પૂજાવા ખાતર લખ્યું છે. અરેરે! આવા મતાર્થી લોકો મતાગ્રહને વશ થઈને, મિથ્યાગ્રહને પકડે છે. મહામોહને વશ સાચાનો નિષેધ કરી, પોતાને વિષે બોધિદુર્લભપણું વધારે છે. અહીં જે જન્મ-જયંતિનું માંગળિક, જે લોકોત્તર માંગલિક કહેવું છે, તે ઉપરથી શ્રીમદ્ રાજચંદ્રના હૃદયમાં શું હતું તે મુમુક્ષુ સમજી લેશે. “અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ્ જગહિતકરમ.” એક વખત પણ પ્રત્યક્ષ સદ્ગનાં ભાવવચનને શ્રવણ કરીને અંતરમાં ઓગાળીને, અંતરમાં ઊંડાણની સહજ હા આવી, ને બોધિબીજનો અંતરમાં (સ્વરૂપમાં) ટચ થયો તેને સંસાર ન હોય. જ્ઞાની મળ્યા તેને ભવ ન હોય, ભવનો ભાવ ન હોય. એની સાક્ષી કોણ આપે? અંદરથી ખાતરી આવે, કોઈને પૂછવા જવું ન પડે. “ભૂંગી ઇલિકાને ચટકાવે તે ભંગી જગ જોવે રે.” ઈયળને ભમરી ચટકો મારે; તેના ડંખના સ્મરણમાં આ શું છે, એ શું છે એ ઝંખના રહેતાં ભમરી બની જાય છે, કલેવર અને ભવ પલટાવી દે છે; એમ ચૈતન્ય ભગવાન આત્મા પોતાને ભૂલીને, પરભાવમાં પોતાની હયાતી ભૂલપણે માની બેઠો છે, તે જો સન્દુરુષના લક્ષ, એક વચન પણ યથાર્થ ગુંજારવ કરીને, અંતર શોધમાં વર્તે તો તેને ભગવાન ત્રિલોકનાથપણું (સિદ્ધપદ) પ્રાપ્ત થયા વિના રહે નહિ. જ્ઞાનીના એક વચનને યથાર્થપણે જીવ સમજ્યો તો, યથાર્થપણે આત્માથી આત્મામાં સત્નો હકાર આવે જ. સાથે પરદ્રવ્ય-પરભાવના નકારવડે શુભાશુભ બંધનો પણ નકાર થઈ જાય છે. જે સત્પુરુષ દેહ છતાં દેહાતીત દશામાં વર્તે છે તેમનાં દર્શન માત્રથી પણ દર્શન કરનારની દૃષ્ટિમાંથી આખો સંસાર ટળી જાય છે, શ્રી પદ્મનંદી આચાર્ય મહારાજ કહે છે કે तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता । निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम् ।। અહો ! શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ જ્ઞાનીના મુખેથી જે જીવે પ્રસન્નચિત્તથી સાંભળ્યો કે બધા આત્મા અબંધ, અસંગ, સ્વાધીન, ચિદાનંદસ્વરૂપ છે અને તેમાં રહેલ વાચ્યને જે જીવે ગ્રહણ કર્યો તે જીવ ભાવિનિર્વાણનું ભાજન છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #418 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૨] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અહો ! શ્રી પુરુષકે વચનામૃત જગહિતકર.સપુરુષસદ્ગુરુનું જેને લક્ષ થયું તેને સદગુરુ અને તેમની ઉપકારી વાણીનું બહુમાન વર્તે છે; તેથી તે કહે છે કે જગતનું હિત એ અપૂર્વ વાણીથી જ છે; બીજો કોઈ સન્માર્ગનો ઉપાય નથી. જે જીવે અંતરમાં ભાવવચનનો ઊંડથી આદર કર્યો, તેને જ સત્પરુષ મળ્યા પ્રમાણ છે. દેહનાં દર્શન તો અનંત વાર થયાં, પણ જે દર્શનથી સપુરુષની પ્રતીતિ થાય તે જ દર્શન ખરું છે, તેને જ સપુરુષ તથા તેમનાં વચનામૃતનું સફળ પણું છે. પુરુષની મદ્રા કેવી છે? વિના બોલ્ય સૌમ્યતા વીતરાગતાને જ બતાવી રહી છે; જેઓ પરમ ઉપશમરસભરી વૈરાગ્યમૂર્તિ છે. અંદરથી સ્વભાવ પ્રગટયો એટલે દેહની મુદ્રા પણ તેવી જ પ્રગટે. જે મુદ્રાના અંતરભાવે દર્શન થતાં આત્માનું દર્શન પ્રગટે એ જાતનો ભાવ કેવો અપૂર્વ હશે, કઈ જાતનો હશે તે સમજવું. તીર્થકર ભગવાનનો દેહુ પરમ ઔદારિક, સ્ફટિક રત્ન જેવો થઈ જાય છે, અને નજીકથી તેમનાં દર્શન કરનારને જાતિસ્મરણ જ્ઞાન થાય છે; અને સાત ભવ દેખાય છે. તે પ્રભુના જન્મદિવસને મહા કલ્યાણક કહેવાય છે. જેને ત્રણ લોકના નાથનું બિરુદ છે, તેમનો પરમ કલ્યાણક જન્મ-ઉત્સવ ઇન્દ્રો કરે છે, અને ત્રણલોકમાં અજવાળાં થાય છે. બે ઘડી નારકના દુઃખી જીવોને પણ શાતા ઊપજે છે. તેમ જેણે આ પંચમકાળમાં સત્ ધર્મની જાહેરાત કરી, અને પોતે અનંત ભવનો છેડો કાઢી, એક જ ભવ બાકી રહે તેવી પવિત્ર દશા આત્માને વિષે પ્રગટ કરી તેવા પવિત્ર પુરુષનું અતિ અતિ બહુમાન થવું જોઈએ. તેમના જન્મ દિવસની આજે જયંતિ છે, ધન્ય છે તેમને! હું ચોક્કસ કહું છું કે ગુજરાત-કાઠિયાવાડમાં (સૌરાષ્ટ્રમાં) વર્તમાનકાળમાં મુમુક્ષુ જીવોના પરમ ઉપકારી હોય તો તે શ્રીમદ્ રાજચંદ્ર છે. ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિ લખીને જૈનશાસનની શોભા વધારી છે. આ કાળમાં તેમના જેવા મહત્ પુરુષ મેં જોયા નથી. તેમના એકેક વચનમાં ઊંડું રહસ્ય છે. તે સત્સમાગમ વિના સમજાય તેમ નથી. તેમણે એક જ મુખ્ય વાત કરી છે કે આત્માની ઓળખાણ વિના ગમે તેમ કરો પણ ભવ નહિ ઘટે. આત્માને સમજ્યા વિના કોઈ કાળે છૂટકો નથી. આજે, કાલે, લાખ, ક્રોડ વર્ષે કે તેથી વહેલા-મોડા પણ આ તત્ત્વ સમજ્ય-શ્રદ્ધયે જ છૂટકો છે. શ્રીમદ્દનું જીવન સમજવા માટે મતાગ્રહથી-દુરાગ્રહથી દૂર રહી, એ પવિત્ર જીવનને મધ્યસ્થપણે જોવું જોઈએ, જ્ઞાનીની વિશાળ દૃષ્ટિના ન્યાયથી વિચારવું જોઈએ. તેમની ભાષામાં અપૂર્વ ભાવ ભર્યા છે, તેમાં વૈરાગ્ય, ઉપશમ, વિવેક, સત્સમાગમ બધું છે. બાળકથી માંડીને આધ્યાત્મિક સસ્વરૂપની પરાકાષ્ઠાને પહોંચેલા, ઊંડા ઊંડા ન્યાય, ગંભીર અર્થ તેમના લખાણમાં છે. વ્યવહારનીતિથી લઈને પૂર્ણ શુદ્ધતા-કેવળજ્ઞાન સુધીના ભણકાર તેમાં છે, કોઈ જ્ઞાનબળના અપૂર્વયોગે એ લખાયા છે. તેમના અંતરમાં વીતરાગ શાસનની પ્રભાવના થાય, સનાતન, જૈનધર્મ જયવંત વર્તે, એમ નિમિત્ત થવાની ઊંડાણમાં ભાવના હતી; પણ તે કાળે મતાગ્રહીનાં ટોળાં ઘણાં હતાં, અને ગૃહસ્થવેષ હોવાથી તેમની પાસે જવામાં અને પરમાર્થ પામવામાં, બાહ્યદૃષ્ટિ જીવોને પોતાના પક્ષનો આગ્રહ વિઘરૂપ થયો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #419 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૯૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯] શ્રીમને વખતનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળની ખબર હતી તેથી બહુ જાહેરમાં આવ્યાં નહિ. તેમણે કહ્યું છે કે મારું લખાણ, મારું શાસ્ત્ર મધ્યસ્થ પુરુષો જ સમજી શકશે, વિચારી શકશે, મહાવીરના કોઈ પણ એક વાક્યને યથાર્થપણે સમજો, શુદ્ધ અંતઃકરણ વિના વીતરાગના વચનોને કોણ દાદ આપશે? આ બધા અંતરના ઉદ્ગાર હતા. વળી હાલમાં શ્રી સમયસારજી પરમ આગમ શાસ્ત્ર વંચાય છે, તેની પ્રભાવના કરનાર પણ શ્રીમદ્ રાજચંદ્ર હતા. પોતાની હયાતીમાં જ તેમણે પરમકૃત પ્રભાવક મંડળની સ્થાપના કરી. તેમનો ઉદ્દેશ મહાન આચાર્યોનાં આગમ શાસ્ત્રો સંશોધિત કરીને છપાવવાનો હતો. તે મંડળે ઓગણીસ વર્ષ પહેલાં, એક હજાર સમયસારજી શાસ્ત્ર, આચાર્યવર કુંદકુંદભગવાન રચિત મહાસૂત્ર છપાવ્યું. એ શાસ્ત્ર (હાથે લખેલું) તેમના હાથમાં (લીંબડીમાં) જ્યારે પહેલવહેલું આવ્યું, ત્યારે બે પાનાં ફેરવતાં જ રૂપીઆની ભરેલી થાળી મંગાવી, જેમ હાથમાં હીરો આવ્યો તેની ઝવેરી પરીક્ષા કરે તેમ આખા જિનશાસનનું રહસ્ય શ્રી સમયસાર હાથમાં આવતાં જ, પૂર્વના સંસ્કારનો અપૂર્વભાવ ઉલ્લો , અને તે અપૂર્વ પરમાગમ શાસ્ત્ર લાવનાર ભાઈને શ્રીમદે ખોબો ભરીને રૂપીઆ આપ્યા. એ પુસ્તક છપાય એવી તેમની ખાસ ઇચ્છા હતી. એ રીતે ઓગણીસ વર્ષ પહેલાં શ્રી સમયસારની પ્રભાવના તેમના મારફત થઈ. તે પરમાગમ શાસ્ત્રનો હાલ કાઠિયાવાડમાં સારા પ્રમાણમાં લાભ લેવાય છે. એ સમયસારજીના કર્તા શ્રી કુંદકુંદાચાર્ય દિગમ્બર (નગ્ન) મહાસમર્થ મુનિ હતા. તે આ કાળે જાતે મહાવિદેહ ક્ષેત્રમાં, સાક્ષાત્ ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાન સીમંધર પ્રભુ પાસે ગયા હતા, ત્યાં તેમણે આઠ દિવસ સમવસરણ (ધર્મસભા) માં ભગવાનની વાણી સાંભળી. ત્યાંથી આવી સમયસાર ગ્રંથની શ્લોકબદ્ધ રચના કરી. તે સમયસાર શાસ્ત્રની આ કાળે, પ્રથમ જાહેરાત કરાવનાર શ્રીમદ્ રાજચંદ્ર છે, માટે તેમનો અનંત ઉપકાર છે, તેનો લાભ અત્યારે ઘણા ભાઈઓ-બહેનો લે છે, તે શ્રીમદ્ભો જ ઉપકાર છે. હાલમાં તેની બે હજાર પ્રત ગુજરાતીમાં છપાય છે. તેનો લાભ લેનારને પણ શ્રીમદ્ ઉપકારી ગણાય. આ મંગલાચરણમાં જ સમ્યગ્દર્શનના ભણકાર છે, તેમાં સપુરુષની પ્રતીતિ અને તેમના સદુપદેશ વચનામૃતનું બહુમાન છે. તીર્થકર ભગવાનની દિવ્યવાણી અનંત ઉપકારી છે, સર્વને હિતકારી છે, તેમ જ મુનિની મુદ્રા શાંત, ઠરી ગયેલી અને વીતરાગી હોય છે. હવે સત્સમાગમનો અર્થ કહેવાય છે. સત્ જેનું શ્રવણ છે, સત્ જેનો વિચાર છે, સત્સંગનો જેને પ્રેમ છે તેને “સૂતી ચેતના જાગૃતકરમ્” હોય છે. અનાદિ કાળના અજ્ઞાન અંધકારમાં, મોહનિદ્રામાં સૂતેલા ચેતન આત્માને સ્વસ્વરૂપમાં જાગૃત કરનાર છે. જેમ મોરલીના નાદે સર્પ ડોલે છે, તેમ આત્માની વાત સાંભળતાં જ મુમુક્ષુનાં હૃદય ડોલી ઊઠે છે. સૂતી ચેતના જાગૃત કોને થાય ? પાત્ર હોય તેને, સત્સમાગમ હોય અને આત્મજ્ઞાન ન થાય તેમ ન બને. પારસમણિ કાટવાળી ડાબલીમાં હોય, તો કાટ લોઢાનો સ્પર્શ થવા દે નહિ, તેમ જો જીવમાં પોતામાં પાત્રતા ન હોય તો સત્સમાગમ કે સદ્ગુરુ શું કરે? “સદ્ગુરુ મળ્યા પણ જ્ઞાન થયું નહિ, વિમળ બની નહિ વાણી” એ ન્યાયે જ્યાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #420 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૪] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા લગી પોતાની તૈયારી ન હોય ત્યાં લગી સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનનાં દર્શન કે વાણીથી પણ શો ઉપકાર થાય? બેઉનો સરખો જોગ થાય એટલે કે પુરુષ અને લાયક જીવનો જોગ થાય, તો જ લાભ થાય પણ પોતાને ગુણ ન થાય તેમાં જ્ઞાની પુરુષનો કે અન્ય કોઈનો દોષ નથી. જ્યાં લગી સપુરુષની ઓળખ જીવને થઈ નથી ત્યાં લગી તેણે દેહનાં દર્શન કર્યા છે, જડ પુદ્ગલનાં દર્શન કર્યા છે. તેનું કારણ પોતાની જ ભૂલ છે, સ્વચ્છેદ છે. સત્સમાગમનું બળવાન ઉપકારીપણું ખૂબખૂબ કહ્યું છે. તેમના પત્રોમાં જોશો તો ખાસ શબ્દો આગળ સત્ પ્રત્યય લગાડેલો દેખાશે; જેમકે સકથા, સધર્મ, સત્શાસ્ત્ર, સગ્રંથ, સદ્વર્તન, સદ્ભુત, સવિચાર, સપુણ્ય, સન્માર્ગ, સપુરુષ, સદેવ, સદ્ગર, સત્સમાગમ અને સદ્ગુરુના આશ્રયનું યથાર્થપણું જણાવ્યું છે, સ્વચ્છંદ ત્યાગ અને ગુરુ આજ્ઞા વગેરે વાંચીને કોઈ માને કે આમાં પરાધીનતા જેવું દેખાય છે, તો તેમ નથી. સત્નો ભાવાર્થ સમજે તો તેમાં પરાધીનતા કે બીજો કોઈ વિરોધ નહિ આવે. સત્સમાગમ શું કામ કરે છે તે સંબંધે કહેવામાં આવે છે કેઃ “ગિરતી વૃત્તિ સ્થિર રખું, દર્શન માત્રસે નિર્દોષ હૈ.”શુભાશુભ વડે રાગાદિ પરિણતિમાં અજ્ઞાનપણે અટકવું થતું તેને ટાળે એવો સત્સમાગમનો મહિમા છે. તેથી જીવસ્વભાવની જાગૃતિમાં નિશ્ચલ રહી પોતાનું સમ્યગ્દર્શન નિર્દોષપણે-નિઃશંકપણે ટકાવી રાખે છે. દેહાદિ સર્વ પરદ્રવ્યની ક્રિયાથી પોતે જુદો રહીને જીવ પોતાના તદ્ગ શુદ્ધ સ્વભાવને જાણે છે. પરદ્રવ્યથી પોતે અસંગ છે, એમ પુરુષાર્થવડે ભાન થતાં નિર્દોષ આત્મધર્મ પ્રગટે છે. પડતી વૃત્તિને સ્વભાવમાં ટકાવી રાખે તે “ધર્મ” છે, અધોગતિમાં એટલે પરભાવમાં (વિભાવમાં, પ્રમાદમાં) જવા ન દે અને સ્વભાવમાં સ્થિર રાખે તે ધર્મ. અપૂર્વ સ્વભાવ કે પ્રેરક, સકળ સદ્ગણ કોષ હૈ.” સસ્વરૂપ ( સત્સમાગમ) માં ટકાવીને સાધકસ્વભાવને પૂર્ણ કરે એવા પુરુષાર્થમાં સદ્ગુરુ પ્રેરક છે અને તે સકળ સદ્ગણનો અનુપમ ભંડાર છે. સ્વસ્વરૂપની પ્રતીતિ દેઢ, દેઢતર થતાં અધિક પુરુષાર્થ ઉપાડીને વિશેષ સાધકપણું જીવ પ્રગટ કરે છે, અને સાતમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે, કે જે પૂર્ણપણે વીતરાગ નિર્વિકલ્પપણાનું કારણ છે; અંતે અયોગી સ્વભાવને (ચારિત્રની પૂર્ણતાને) પ્રગટ કરનાર છે. પૂર્ણ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ “અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ.” એમ ગુણશ્રેણીનો ક્રમ જણાવી, અપ્રમત્તદશા (મુનિપણું ) પ્રાપ્ત થયા પછી, સ્વરૂપમાં સ્થિર રહી, નિર્વિકલ્પ વીતરાગદશા સાથે, પછી બારમું ક્ષીણમોહ અને છેલ્લે અયોગદશા પ્રાપ્ત કરી છેલ્લામાં છેલ્લી પૂર્ણ પવિત્રદશામોક્ષાવસ્થા છે. તે રીતે “અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર હૈ.” એમ સપુરુષના સત્સમાગમનું યથાર્થપણું જણાવ્યું. નિર્વિકલ્પ આનંદઘન પૂર્ણ બેહદ સુખસ્વભાવ પ્રગટ કરવાનું સત્સમાગમ કારણ છે. ધ્યેયરૂપ જે પૂર્ણ પવિત્ર સિદ્ધ સ્વરૂપ છે તેનું કારણ અયોગી સ્વભાવ છે, અને તેનું કારણ સત્સમાગમ છે. વિકાસની ક્રમબદ્ધ શ્રેણી લીધી છે. પ્રથમ દર્શન માત્રથી નિર્દોષ' તે સમ્યગ્દર્શન Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #421 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૩૯૫ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯] પ્રાતિ છે; પછી સાધકભાવની વૃદ્ધિ થતાં, અપ્રમત્ત સંયત અને પછી પૂર્ણપણે વીતરાગ તે તેરમું ગુણસ્થાનકવીતરાગ ભગવાન, અને પછી મન, વચન, કાયાના સર્વયોગ રહિતનું અકંપ, અયોગી, ચૌદમું ગુણસ્થાનક, એ પ્રમાણે સર્વે શુદ્ધ સ્વભાવનું કારણ સત્સમાગમ જ છે. પણ જેનાથી ગુણ ન પ્રગટે તે સત્સંગ ન કહેવાય. શ્રીમદે પત્ર-પત્રે અંતરનાદથી પુરુષાર્થ સહિત એક જ ભણકાર ગજાવ્યો છે કે સત્સમાગમ જ એક કલ્યાણકારી છે. લોકો પોતાના સ્વચ્છેદે શાસ્ત્ર વાંચી ઊંધું કાઢે છે અને તે ભગસાગરમાં બૂડે છે, શાસ્ત્રો જાણવાથી મોક્ષ થતો હોય તો પાનાંનો મોક્ષ થવો જોઈએ. ઘણાએ આત્મસિદ્ધિ મોઢે કરી છે, મગજમાં ભરી છે, કંઠસ્થ કરી છે ને રોજ બોલી જાય છે, પણ અંદરથી ભાવ-અર્થ સમજ્યા વિના પોતાની કલ્પનાથી અર્થ ધારે છે, પણ એમ મેળ બેસે નહિ. માટે સત્સમાગમ વડે આત્મસિદ્ધિનો અંતરભાવ-આશય સમજવાની જરૂર છે. પોતાની મેળે વાંચી જવાથી સમજાય નહિ; અને સમજ્યા વિના ગુણ પ્રગટે નહિ. જ્ઞાનીનો આશય સમજ્યા વિના કલ્પના કરવાથી શું થાય? સમયસારમાં તો સાધારણ માણસને અઘરું પડે છે; પણ આમાં ઘણી સહેલી ભાષા મૂકી છે. માટે આત્મસિદ્ધિ બધાએ (બાળગોપાળ બધા ભાઈઓ-બહેનોએ) અંતરપટમાં કોતરાઈ જાય તેવી રીતે, મુખપાઠ કરીને ધારી રાખવા યોગ્ય છે. એનું જ રાત-દિવસ મનન કરવાથી પોતાની જાતને નિર્ણય આવશે. જેને મોક્ષની ઇચ્છા થઈ છે તેણે સત્સંગને જ ઉપાસવો. સત્સમાગમની ઉપાસના કરવી હોય તેણે બાહ્યનાં સાધન અપ્રધાન કરીને આત્માને ગષવો. એટલે કે દેહાદિની, સંસારની તથા સંસારનાં સુખની વૃત્તિ છોડી દેવી; અને સશાસ્ત્ર-સત્સંગનું બળવાનપણું સમજીને, તેનો ખૂબ પરિચય કરવો, એમ અનંત જ્ઞાની ભગવંતોએ કહ્યું છે. સત્સમાગમનું માહાભ્ય સમજાય તો જેવું કારણ સેવે તે જાતનું કાર્ય અવશ્ય પ્રગટે છે; તેથી કહ્યું કે અનંત અવ્યાબાધ સિદ્ધસ્વરૂપને પમાડે એવું કારણ સત્સમાગમ અને સપુરુષ છે. હવે નામ આપે છે. “સહજાત્મ, સહજાનંદ, આનંદઘન નામ અપાર હૈ, સદૈવ ધર્મ સ્વરૂપદર્શક પારાવાર હૈ” જે કોઈ ગુમાં ભૂલ્યા તે દેવ, ધર્મ અને શાસ્ત્રમાં ભૂલ્યા છે. જેણે સાચા ગુરુને ઓળખ્યા તેણે સાચા દેવ, ધર્મ અને શાસ્ત્રને સ્વીકાર્યા, અને આત્માને પણ માન્યો છે. પણ જો ભ્રાંતિ છે તો તેનું બધુંય માનેલું મિથ્યા છે. તેથી કહે છે કે - “આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ; ઔષધ વિચાર ધ્યાન.” દરદીને પોતાના રોગની ખબર નહિ અને દવાખાનામાં પેસી જઈ, ઓળખ્યા વિના ગમે તે દવા પીવા માંડે તો નુકશાન જ થાય. તેથી શ્રીમદ્ કહે છે કે- આત્મસ્વરૂપમાં ભૂલ જેવો કોઈ મોટો રોગ નથી, માટે ગમે તેમ કરીને સત્પુરુષ કોઈ એક ગોતો, અને તેમનાં ગમે તે એક વચનને માન્ય રાખો, તેમની આજ્ઞાએ વર્તો, લાખ રોગમાં ઘણી જાતની દવા જોઈએ, પણ આ આત્મસ્વરૂપમાં જ ભૂલ, ભ્રાંતિ ટાળવામાં ઘણી દવાની જરૂર નથી. બહારથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #422 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ૩૯૬ ] แ કાંઈ ગ્રહણ-ત્યાગની વાત નથી, માત્ર જે ઊંધું માન્યું છે તે ભૂલને ટાળવી. એમ સદ્ગુરુ આશાવર્ડ સ્વચ્છંદ ટાળી શકાય છે; માટે જ્ઞાનીનાં વચનામૃત અને સત્તમાગમ ઉપકારી છે. સત્સમાગમ વડે જિનવચનનો ઉપદેશ, તત્ત્વનું શ્રવણ, મનન, ચિંતવન, ગ્રહણ કરે તો જીવનો વિભાવ ટળી જાય છે. રાગ-દ્વેષાદિ ઉપાધિ કે પુણ્ય-પાપની ગંધ રહેતી નથી, સર્વ વિભાવનો રેચ થઈ જાય છે. માટે એક આત્માને અવિરોધપણે જાણવો એ અનંતજ્ઞાનીની વાણીનો સા૨ છે. શબ્દ પાછળનો વાચ્ય-૫૨માર્થ શું છે તે ગુરુઆજ્ઞા વિના સમજાય તેમ નથી, માટે “ ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ” એમ કહ્યું છે. સદ્ગુરુનો કહેવાનો મહાન આશય શું છે તે સમજવાની તીવ્ર ને સાચી જિજ્ઞાસા જોઈએ. રુચિ વિના (પોસાણ વિના) કામ થાય નહિ. જેમ દરદી હોય તેને વૈધ કહે કે તું બાસઠ દિવસ લાંઘણ કરે તો જ તારો રોગ મટે; દરદી જીવવાની આશાએ વૈદ્યનાં વચન ઉપર વિશ્વાસ રાખી બાસઠ દિવસની લાંઘણ કરે છે; પણ પોસાણ વિના (રુચિ વિના ) જો એક ટંક ખાવા ન મળે, ચા-પાણીની સગવડ ન થાય તો આર્તધ્યાન કલેશ કરે છે. જીવવાની રુચિવાળો જીવ પૂરેપૂરી હિંમત રાખીને લંઘન આદરે તોપણ કદાપિ રોગ ન ટળે, પણ આ ગુરુઆજ્ઞા એવું પથ્ય છે કે તેના સેવનથી નિરોગતા ચોક્કસ થાય છે જ. પ્રત્યક્ષ પોતાને તેનો અનુભવ થાય છે. જેને સદ્ગુરુ પ્રત્યે પ્રેમ થયો તેને ગુણની પ્રતીત અને બહુમાન થાય જ. સદ્ગુરુની વાણી જન્મ-જા-મ૨ણનો નાશ કરી ભવનો ભૂકો ઉડાડી દે છે. ભવનો અંત કરે છે, શાશ્વતપદને પ્રગટ કરે છે. એવા સુજાણ વૈધે તે શ્રી સદ્ગુરુ છે. સદ્વિચાર અને ધ્યાન એ ઔષધ છે. સ્વાભાવિક નિર્મળ, પૂર્ણ પવિત્રસ્વરૂપ આત્મા અને સહજાનંદ-નિરાકુળ, નિરૂપાધિક, અચળ, શાંતિસ્વરૂપ, સહજ આનંદમય એવું જ આત્મપદ છે. લૌકિક આનંદરૂપ શાતા નહિ, પણ બેહદ સુખ સ્વાધીન શાશ્વત અનાકુળ આનંદ છે. આનંદનો કંદ-આનંદઘન આદિ અપાર નામગુણે કરી સહિત એવા સદેવ સર્વજ્ઞ વીતરાગ ૫રમાત્મા છે, ને સદ્ધર્મસ્વરૂપદર્શક સદ્ગુરુનો ઉ૫કા૨ પારાવાર છે. દાન ચાર પ્રકારે છે– (૧) આહાર, (૨) ઔષધ, (૩) અભયદાન, (૪) જ્ઞાનદાન. તેમાં જ્ઞાનદાન સદ્ગુરુ જ આપી શકે. યથાર્થપણે જન્મ-મ૨ણની વ્યાધિ રહિતનું મોક્ષપદ તથા ૫૨મ કલ્યાણસ્વરૂપ સદ્ધર્મ છે. તેને દેખાડનાર સદ્ગુરુ છે. કરોડો રૂપીઆ હોય પણ તે જડવસ્તુ જ્ઞાન આપે નહિ. આ નિશ્ચયધર્મમાં સત્પુરુષનો આત્મા જ બીજા આત્માને ઉપકારી નિમિત્ત થાય. સદ્ગુરુ સત્ને ઓળખાવના૨ છે, માટે ઉપકારીને પ્રથમ ઓળખવા જોઈએ. એ જ જીવનદાતા છે. અભયદાનમાં તો કદી એક જીવને તમે બહારથી રક્ષણ આપ્યું પણ તે મરીને તો સંસારમાં રખડવાનો છે, તેનું કંઈ કલ્યાણ ન થયું. પણ “પ્રવચનઅંજન જો સદ્ગુરુ કરે, દેખે ૫૨મ નિધાન.” આત્માની પૂર્ણ સ્વાધીન અનંતશક્તિને પ્રગટ દેખાડી દે એવા એ સદ્ગુરુ પોતે સદ્દેવ અને સદ્ધર્મ એટલે આત્મધર્મનું સ્વરૂપ દેખાડે છે. તે ગુરુનો મહિમા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #423 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯] [ ૩૯૭ અપાર છે. “આરૂષ્મ બોહિલાભ” ભવરોગ રહિતની ભાવસમાધિ મને આપો, એમ કોણ કહે ? જે સમજ્યો હોય કે મારામાં મળ, મેલ, કે રોગ નથી. હું શુદ્ધ સિદ્ધસમાન છું એમ સમજીને ઉપકારી સદ્ગુરુની ભક્તિવડે પુરુષાર્થને ઉપાડે છે. નિયમસારમાં નિર્ચન્દમુનિશ્રી પદ્મપ્રભમલધારિદેવ સદ્ગુરુનો મહિમા કરતાં ભક્તિરસની છોળ ઉછાળે છે, પોતે મહા પવિત્ર, નગ્ન દિગમ્બર નિગ્રંથમુનિ હતા છતાં કહે છે કે હે સદ્ગ! હે નાથ! આપે અનંત ઉપકાર કર્યો છે. ગુરુના ચરણકમળ વિના શુદ્ધ આત્મધર્મ કેમ પ્રગટે? કેવળજ્ઞાન કેમ પ્રગટે? આ પંચમકાળમાં સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્માના વિરહ પડયા. ભગવાન કુંદકુંદાચાર્ય જેવા ધર્માચાર્યના સત્સંગ બહુ દુર્લભ થયા. આવા દુષમકાળમાં જ્ઞાનીને નહિ ઓળખનાર લોકો નિંદા કરે છે કે શ્રીમદે જગતમાં પૂજાવા માટે બધું લખ્યું છે. અરેરે ! કેટલી અધોમુખદશા ! જ્ઞાનીને તેની દયા આવે છે કે અરે! તે બિચારા મહામોહને વશ સ્વયં અપરાધી થાય છે. જેમ ઊંધો ઘડો હોય તેની ઉપર બધા ઘડા ઊંધા જ આવે, તેમ જેને અસત્નો આદર છે, ઊંધી શ્રદ્ધા છે તે શાસ્ત્ર વાંચે તોપણ તેમાંથી અવળું કાઢે. જગત ત્રણેકાળ રહેવાનું છે, જ્ઞાની બધું સમજે છે, છતાં સર્વ જીવો ધર્મ પામી જાય એવી ધર્માત્માને અંતરકણા થઈ જાય છે, એટલે કે મારો આત્મા જલદી પૂર્ણ પવિત્ર પદને પામી જાઓ. સંસારના જીવો પ્રત્યે સમાન કરુણા છે. સની નિંદા કરનાર-ભૂલ કરનાર તો તેની ક્ષણિક લાગણી છે, પણ પરમાર્થે તે આત્મા પણ સિદ્ધ જેવો છે, એમ નિષ્કારણ કરુણા આવે છે. જ્ઞાની તેને વર્તમાનમાં જ દુઃખી દેખે છે, અને કહે છે કે-ભાઈ! તારી ઊંધાઈનું ફળ તું વર્તમાનમાં દેખી શકતો નથી, પણ ભવિષ્યમાં તારું દુઃખ તું કોઈને બતાવી પણ નહિ શકે, તેથી દયા આવે છે. ગુરુભક્તિનો મહિમા-“ગુરુભક્તિસે લહે તીર્થપતિ પદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ, ત્રિકાળી જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ” સત્પની ભક્તિ તે સ્વરૂપભક્તિ છે. તે કેવી હશે? શાસ્ત્રમાં કહ્યું છે કે તીર્થકરની તથા સદ્ગુરુની ભક્તિ વડે તીર્થકર નામકર્મ બંધાય, તે સર્વોત્કૃષ્ટ પુણ્યનો પ્રભાવ ત્રણે લોકમાં કલ્યાણકારી ગણાય છે. સો ઇન્દ્રો જેમના ચરણો સેવે એવો ગુરુભક્તિનો મહિમા છે. તો પછી સ્વભાવની સ્વરૂપભક્તિની શી વાત? તીર્થકર ભગવાન સર્વજ્ઞદેવ દેવાધિદેવ છે. અઢાર દોષ રહિત છે, ત્રણ લોકના નાથ, પૂર્ણ વીતરાગ જિનેશ્વર ભગવાન છે. તેમને ઉત્કૃષ્ટ પુણ્યનો સંયોગ હોય છે. તેમનું શરીર પરમ ઔદારિક, સ્ફટિક જેવું હોય છે. ઇન્દ્રો આવીને સમવસરણ (ધર્મસભા) ની અલૌકિક રચના કરે છે, આ બધું વારંવાર યુક્તિ-પ્રમાણથી સિદ્ધ કરવા ન બેસાય. આગળ ઘણીવાર કહેવાયું છે માટે શંકા ન કરવી. વર્તમાનમાં પણ પંચમહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાન પરમાત્મા શ્રી સીમંધર પ્રભુ બિરાજી રહ્યા છે. આ, જે જે સ્થિતિ કહીએ છીએ તે સ્થિતિ એમ જ છે, તેમાં શંકાને સ્થાન નથી. તેના ઘણાં પ્રમાણો છે. અને આત્માની સર્વોત્કૃષ્ટ પવિત્ર દશામાં એમ હોવા યોગ્ય છે. તે વિષે શાસ્ત્રમાં વિસ્તાર છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #424 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૮] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અને સ્વભાવે સિદ્ધ સ્વયં આત્મામાં વિસ્તાર છે. અત્રે જે પ્રકારે શ્રી સદ્ગુરુનું માહાભ્ય કહેવામાં આવે છે તેમાં જરાય અતિશયોક્તિ નથી. આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાયે, જે જે વસ્તુસ્થિતિ છે તે સમજાય, તેમાં વિરોધ ન આવે. ધર્માત્મા (સાધક ) ગુરુભક્તિ વિશેષપણે કરે છે, કેમ કે તેમને હજી પ્રશસ્ત રાગ છે. તે રાગની દિશા બદલાવી છે. સની પ્રીતિ આગળ અને ભૂંસી નાખ્યું છે, દૃષ્ટિમાં સંસારનો અભાવ વર્તે છે, માત્ર મોક્ષમાર્ગમાં પ્રયાણ છે, સંસારનો (ભવનો) અવકાશ નથી, એવો સાધકભાવ પૂર્ણતાના લક્ષ ઉછાળીને કહે છે કે “ત્રિકાળ જયવંત વર્તે શ્રી સદ્ગુરુરાજને નમસ્કાર હૈ.” પોતાનો વિતરાગભાવ જયવંત વર્તાવીને ગયા છે. શાસનને નભવું છે માટે એવા પુરુષો પાકે જ, અને તેને ઓળખનારા પણ જાગે જ. પાંચમા આરાના છેડા સુધી જ્ઞાનીનો સદ્ભાવ છે, માટે જ ત્રિકાળ જયવંત વર્તે છે. સંસારમાં લખાય છે કે “ચિરંજીવી હો,” તેનું ચિરંજીવપણું તો દેહના નિમિત્તે છે, પણ આ અવિનાશી ચૈતન્ય નિત્યમાંથી જાગ્યો એવો નિજસ્વરૂપ આત્માનો સધર્મ તે વિશ્વમાં જયવંત વર્તે છે. “ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર છે. પ્રણમું પદ તે વર તે જય તે.” એમ “પ્રણમી શ્રી ગુરુરાજકે પદ, આપ-પરહિત કારણે, જયવંત શ્રી જિનરાજવાણી કરું તાસ ઉચ્ચારણું.” “ભવભીત ભવિક જે ભણે, ભાવે સુણે સમજે શ્રદ્ધ.” સભૃતનો અભ્યાસ કરે, ગાય, ભાવના કરે, સાંભળે સમજે અને માને તેનું ફળ સમ્યગ્દર્શન છે. જેવું શુદ્ધ આત્મસ્વરૂપ પરમાર્થે છે તેવું માનવું એ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રની અભેદતા (એકતા) લહી, પોતાના શુદ્ધ સ્વભાવમાં પૂર્ણ સ્થિરતા સાધીને જીવ નિજપદને પામે છે. શ્રીમદ્ભા પુસ્તકમાં ઘણી અર્થસૂચક ગંભીરતા ભરી છે, તેમાં “પ્રાયે” “મુખ્યપણે” વગેરે શબ્દો છે. તેની અપેક્ષા સાધારણ જીવને ન સમજાય તેવું પણ કોઈ ઠેકાણે આવે છે. માટે સત્સમાગમથી વાંચવું વિચારવું. શ્રી કુંદકુંદ આચાર્યકૃત “પંચાસ્તિકાય' ટૂંકી ભાષામાં, અદ્ભુત ભાવ ગ્રહીને શ્રી રાજચંદ્રજીએ સૂક્ષ્મબુદ્ધિથી લખ્યું છે, દ્રવ્યસંગ્રહની ગાથાનો અર્થ પણ લીધો છે. એમ મહાન આચાર્યોનો અનુભવ પોતે પોતાની નોંધમાં ટપકાવી લીધેલ છે, અને વાંચનારને સુગમ પડે એવી રચના બની છે, છતાં તેમની વાણીમાં એટલું બધું ગૂઢપણું છે કે તેમાં “પ્રાયે” એટલે “કથંચિત્' (સાપેક્ષપણે) સમજવાનું ઘણું હોય છે. તે સમજવા માટે મધ્યસ્થતા અને વિશાળબુદ્ધિ જોઈએ, જો આગળ-પાછળની સંધિ, અપેક્ષા મેળવ્યા વિના કોઈ વાંચે તો ભાવમાં સંધિ તૂટી જાય અને સરખો મેળ બેસે નહિ. માટે સત્સમાગમે વાંચવા-વિચારવા ભલામણ છે. શ્રીમદે તો મનુષ્ય જીવનમાં પોતાનું સુકૃત્ય કર્યું અને આત્માની અખંડ સમાધિ લઈને ગયા છે, તેમ જે કોઈ મુમુક્ષુ પોતાના Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #425 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૨૯] [૩૯૯ આત્માનું સ્વરૂપ સમજવાના લક્ષે જ (માત્ર મોક્ષ અભિલાષ, સંસારની અંશમાત્ર ઇચ્છા નહિ) આત્માની વાસ્તવિક પ્રતીતિ કરવા ધારે તો આ કાળમાં પણ આત્મધર્મ આરાધી શકાય છે. બધાના ઘરમાં સૌએ આત્મસિદ્ધિ મોઢે કરવા જેવી છે. તથા મોક્ષમાળા જેમાં ૧૦૮ મણકારૂપ પાઠ છે તે નાનાં બાળકોએ અને વૃદ્ધોએ પણ વાંચી જવા ભલામણ છે. શ્રીમન્ને સાતમે વર્ષે તો જાતિસ્મરણ જ્ઞાનના સંસ્કાર પ્રગટયા હતા. મોક્ષમાળામાં જીવતત્ત્વની વ્યાખ્યા કરતાં બે નય ગોઠવ્યા છે: (૧) દ્રવ્યાર્થિક નય, (૨) ભાવાર્થિક નય. તે તત્ત્વબોધ પાઠમાં કહેલ છે. ઘણી નાની ઉંમરમાં જુઓ તો ખરા ! દ્રવ્યાર્થિક નય અને ભાવાર્થિક નય એમ અંદરથી વાત કાઢી છે, અને કહ્યું છે કે ભગવાને બે પ્રકારે દ્રવ્યને ઓળખાવ્યાં છે. દ્રવ્યાર્થિક અને ભાવાર્થિક એમાં કેટલી સરસ બુદ્ધિ અને સંસ્કારનો મેળ દેખાડયો છે. ભાવ અને પર્યાય એક છે. લોકોને એંશી વર્ષે પણ ખબર ન પડે કે દ્રવ્યાર્થિક નય શું અને પર્યાયાર્થિક નય શું હશે? ભાવાર્થિક નય એટલે આત્માની સમય સમયવર્તી અવસ્થા બતાવનારું જ્ઞાનનું પડખું. વિશ્વમાં છ સ્વતંત્ર દ્રવ્યો છે. તેને ઓળખાવનાર દ્રવ્યદૃષ્ટિ છે. સામાન્ય અને વિશેષ અંશને સાપેક્ષપણે બતાવે તેને નય કહે છે. શ્રીમદે સોળ વર્ષ અને પાંચ મહિને મોક્ષમાળા રચી. પછી ઉત્તરોત્તર તેમનું જીવન જોશો તો તેમાં લોકોત્તર સુગંધ જોઈ શકશો. એ બધા સંસ્કાર પૂર્વ ભવના હતા. એવા જ્ઞાની પુરુષ હયાત હતા ત્યારે તેમનો લાભ લેનાર ખાસ કોઈ નહોતું. કોઈ લાવો તો ખરા કે એ સંદેશો કેમ હશે? એક વખત તેઓ પૂર્વ જન્મના સંસ્કારના સ્મરણની ભાવના ભાવે છે કે ધન્ય તે સત્સમાગમ! પૂર્વે જે સત્સમાગમ કર્યા તે ક્ષેત્ર, તે કાળ અને ભાવ સાંભરે છે. ધન્ય એ સત્સમાગમનો આનંદ! પ્રવૃત્તિમાં બેઠા છતાં તે નિવૃત્તિ સંયોગ અને સત્સમાગમ યાદ આવે છે. આ તે એકાન્ત વનક્ષેત્રમાં બેઠા છે કે ઝવેરાતના ધંધામાં છે? ધર્માત્માને ઓળખવા માટે અંતરંગદષ્ટિ ખીલવવી જોઈએ. ધર્માત્માની અંતરની ઉજળાઈ ધર્માત્મા જ જાણે. સાધારણ જીવોના ટૂંકા ગજવડે જ્ઞાનીના મહાન હૃદયના આંક ન અંકાય. દષ્ટાંત - જેમ નિશાળે ભણનારો નવ વરસનો બાળક રવિવારનો દિવસ હોવાથી ઘેર હતો, તેનો બાપ બજારેથી આલપાકનો તાકો લાવ્યા. તે નવ વરસનો છોકરો કહે, “ બાપા ! આ તાકો કેટલા હાથ છે?” ત્યારે બાપે કહ્યું, “આ આલપાકનો તાકો પચાસ હાથ છે.” છોકરે ભરવા માંડયો તો પંચોતેર હાથ થયો. ત્યારે છોકરો કહે, “બાપા! તમારી વાત ખોટી છે, આ તાકો પંચોતેર હાથ છે.” ત્યારે બાપે કહ્યું કે, “અમારા લેવડદેવડના કામમાં તારો હાથ ન ચાલે.” ત્યારે છોકરો કહે કે, “શું હું માણસ નથી? મારો હાથ શું નથી?” જેમ વ્યવહારના માપમાં બાળકનો હાથ કામ ન આવે, તેમ ધર્માત્માના કાળજાં બાળજીવો (અજ્ઞાની) થી મપાય નહિ. પણ બાળક મટીને યોગ્ય થાય, તો પછી મેળ બેસી જાય. પૂછવા શેનો આવે? માટે જ્ઞાનીને ઓળખવા પ્રથમ તે માર્ગનો પરિચય કરવો પડશે. રુચિ વધારો, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #426 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪00] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વિશાળબુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જિતેન્દ્રિયપણું એ ગુણો જોઈએ. હિત-અહિતની પરીક્ષા કરતાં શીખવું પડે. સંતની પરીક્ષા થયે સત્નો આદર થાય, અને તો જ ધર્માત્માનો ઉપકાર સમજી શકાય. અને ત્યારે પોતાના ગુણનું બહુમાન આવે. વર્તમાનમાં જ અપૂર્વ શાન્તિ પ્રગટે, કોઈને પૂછવા જવું ન પડે. || ઇતિ ||. તા. ૨૭-૧૧-૩૯, રાજકોટ-આનંદનિકેતન] ૧૨૯મી ગાથા ચાલે છે. તેનો ભાવ એ છે કે:- સદ્દગુરુની આજ્ઞા, તેનો વિચાર અને યથાર્થ સ્વરૂપનું ધ્યાન એ જેમ છે તેમ સેવન કરે તો અંતરમાં મોક્ષસ્વભાવ શક્તિરૂપે છે તે પ્રગટ થાય. ૧૨૯ હવે સત્ય પુરુષાર્થ કરવાનું કહે છે : જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માથે. ૧૩) આત્માનો પરમ અર્થ એટલે સાચો પરમાર્થ ઇચ્છતા હો તો સાચો પુરુષાર્થ કરો, સાચો પુરુષાર્થ આત્મા જાતે કરે તો થાય તેમ છે; કોઈના આશીર્વાદથી કલ્યાણ નથી. પર નિમિત્ત મને રાગ-દ્વેષ કરાવે કે ગુણ કરાવે તેમ પણ નથી. જો ખરેખર પરમાર્થને ઇચ્છતા હો તો ચેતનની જાતનો યથાર્થ પુરુષાર્થ લાવો. એ પુરુષાર્થ જ સ્વજાતિનો વીતરાગી વ્યવહાર છે; તેમાં પુણ્યપાપના શુભ-અશુભ પરિણામની ગંધ નથી. માત્ર સ્વસમ્મુખ જ્ઞાનના પુરુષાર્થને જ જ્ઞાનીઓએ પરમાર્થભૂત વ્યવહાર કહ્યો છે. તે પુરુષાર્થ વડે જ આત્માની પવિત્ર આનંદદશા ખીલે છે, માટે એવો અદ્ભુત પુરુષાર્થ કરો. તે કાંઈ મન, વાણી, દેહની ક્રિયામાં નથી. સત્ય પુરુષાર્થ આત્માને આધીન છે. જ્ઞાનમાં જ્ઞાનનું કામ કરવું છે. બાહ્યનું કાંઈ કરવું એ ચેતનનું કાર્ય નથી. આત્મા સદાય ચિઠ્ઠન જ્ઞાનમાત્ર છે. અરૂપી જ્ઞાન જ જીવનું નિશ્ચય શરીર છે, તેનો પ્રયત્ન જ્ઞાનમાં જ વધે છે, તેનું સાધન જ્ઞાનમાં છે. સદ્ઘાણી, સશાસ્ત્ર, સભક્તિ વડે એટલે કે સદ્ઘાણી દ્વારા કહેલ શુદ્ધાત્માના મનન. ચિંતવન વડે સર્વ વિરોધ રહિત સાચી શ્રદ્ધા થઈ શકે છે. જ્ઞાનમાં જ સ્થિરતારૂપ ચારિત્ર છે. લોકો શુભ પરિણામને ધર્મ માને છે પણ તે જાઠી વાત છે. પૂર્વે ભૂલભાવે જેવો ઊંધો ભાવ કર્યો હતો તેવો જ સવળો થઈ, સત્સમાગમના ટચમાં આવે તો, સવળો પુરુષાર્થ જે આત્મામાં છે, તે પ્રગટ કરી શકાય છે. શ્રીમદ્ કહે છે કે આત્માનું સાચું સુખસ્વરાજ્ય જોઈતું હોય તો તારા આત્માની અંદરનો પુરુષાર્થ કર. કેવળ નિરુપાધિક શુદ્ધ આત્મતત્ત્વ છે તેમાં જ્ઞાન, આનંદ સિવાય કંઈ નથી. તે સ્વાધીનતાનો સ્વીકાર તે સાચી શ્રદ્ધા છે. તેનું પરથી જુદાપણાનું જ્ઞાન અને રાગ-દ્વેષ રહિત શ્રદ્ધા-જ્ઞાનપૂર્વકનું વર્તન (ચારિત્ર) તે સાચા જ્ઞાનથી થાય છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #427 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૦] [૪૦૧ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહિ આત્માર્થ.” નિમિત્ત આધીન વૃત્તિવાળા ઘણા ચોફાળ ઓઢીને પોક મૂકે છે કે આ કાળમાં જ્ઞાની ન ઓળખાય. શું કરીએ? પંચમકાળ છે, અંતરાયકર્મનું ઘણું જોર છે, ઢાંકયા કર્મની કોને ખબર? મોહનીયકર્મ મારગ આપે ત્યારે પુરુષાર્થ જાગે, માટે આપણે તો કંઈ કરીએ તો પામીએ. એ રીતે દેહાદિ કે પુણ્ય આદિની ક્રિયા કરવામાં ઉત્સાહ લાવનારાઓ ધર્મના નામે મૂઢતાનું પોષણ કરે છે. કદી પાપાનુબંધી પુણ્ય બાંધે તેનું ફળ શું? સંસારમાં જે મોટા કહેવાય છે તે પુણ્યથી મોટા છે. પણ સંસારનો મોટો એટલે લૌકિકમાં મોટો; ધર્મમાં મોટા તે ધર્માત્મા. જ્ઞાની તથા ચારિત્રવંત પોતાના સ્વજાતિના પુરુષાર્થથી થવાય છે. સંસારમાં દુર્ગુણો પુણ્યના યોગે કદાચ બહાર ન પણ દેખાય, પણ આ પરમાર્થમાં તો અલ્પ ભૂલ પણ નભી શકે નહિ. માટે આ નિર્દોષ ધર્મ માર્ગમાં તો ગુણે મોટા તે મોટા છે, પુણ્ય મોટા તે મોટા નહિ. આત્મધર્મ તે લોકોત્તર માર્ગ છે, આત્મધર્મમાં કોઈને પુણ્યથી મોટો કહેવો તે અન્યાય છે. સંસારનાં પુણ્ય તે અજીવનું ફળ છે, પુણ્ય સાથે ગુણને સંબંધ નથી. બહારથી યશકીર્તિ હોય તે નામકર્મની શુભ પ્રકૃતિનો ઉદય છે, તે ધર્મનું લક્ષણ નથી. આડી અવળી ખતવણી કરશે તેનું ઊંધું પડશે. ધર્માત્માની પણ કોઈ નિંદા કરે તેથી તેમને કાંઈ બાધા નથી. કોઈ ધર્માત્મા પાસે પુણ્યનો યોગ હોય તો પણ તે પુણ્યથી તેમની કિંમત નથી. પુણ્યમાં અને ગુણમાં પૂરા તો સાક્ષાત્ તીર્થંકર ભગવાન છે. ધર્માત્માને પાંચમે ગુણઠાણે અપયશ-કીર્તિ અને અનાદેય કર્મનો બાહ્યથી કદાચ યોગ દેખાય, પણ અંતરમાં વેદન નથી. કારણ કે તેમને અશુભ નામકર્મની દુર્ભગ, અનાદેય, અપયશ કીર્તિનો ઉદય નથી. આ વિષય ઝીણો છે. કોઈ ધર્મી જીવને બાહ્યમાં અપયશ, તિરસ્કાર અને પાપનો ઉદય પણ હોય છતાં તેનો સ્વીકાર અંતરમાં તો આવે જ નહિ, એવો જ્ઞાનીને અંતરંગસ્થિરતાનો શાંત સમાધિરૂપ પુરુષાર્થ વર્તે છે. પાંચમા ગુણસ્થાનવાળો શ્રાવક કદી બે આનાની મજારી કરતો દેખાય છતાં અંતરસ્વભાવના મહાસુખમાં તૃત છે. સર્વાર્થસિદ્ધિના દેવ કરતાં પણ તેની શાંતિ અધિક છે, અંદરની શાંતિ છે, આનંદની સ્થિરતા છે, તથા સમાધિસ્વરૂપની બળવાન ભાવના અધિક છે, તેથી તે સર્વાર્થસિદ્ધિના દેવોથી અધિક સુખી છે. સંસારમાં પુણ્યની પ્રધાનતા છે અને ધર્મમાં ગુણની પ્રધાનતા છે. તેથી જ્ઞાની પુણ્યથી દૂર રહીને તેમાં સ્વામીપણે ન ભળતાં નિઃસ્પૃહપણે જાણે છે, અને અજ્ઞાની તેમાં તલ્લીન થાય છે. પુણ્ય એક તત્ત્વ છે, પુણ્યથી જ્ઞાની ન થવાય, એટલે કે તેનાથી આત્માનું હિત ન થાય. જે જીવ પુણ્યવૈભવ, યશકીર્તિ ઉપર જુએ છે તે જીવ-અજીવનાં લક્ષણની જુદાઈ નહિ સમજનારો હોવાથી અજ્ઞાની છે. જ્ઞાનીને હિત-અહિતનો યથાર્થ વિવેક હોય, જે કંઈ પુણ્ય-પાપના સંયોગ છે તેને તે જાણી લે છે, ગમે તેવા સંયોગ હોય પણ જ્ઞાની નિર્દોષપણે તેને જાણ્યા જ કરે. જાણવામાં અટકવું હોય નહિ, પણ જે જીવો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #428 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૨ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નિમિત્ત આશ્રિત અટકયા છે તે જીવો માત્ર વાતો કરે છે. પુરુષાર્થ કરવાની બુદ્ધિ કરતા નથી. “ભગવાને દીઠું હશે તેમ થશે, તેમના જ્ઞાનમાં જેટલા ભવ દીઠા હશે તેટલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવભ્રમણ થયા વિના મોક્ષ નહિ થાય, જે વખતે કાળલબ્ધિ પાકશે તે વખતે સમ્યગ્દર્શન થશે,” એમ ભાવમાં અને કથનમાં નિમિત્તાધીનતા રાખી પુરુષાર્થ ઉડાડે છે. પુરુષાર્થ રહિત થઈ દ્રવ્યાનુયોગની વાતો કરે તો તે નિશ્ચયાભાસી છે. જેને કેવળજ્ઞાનીનો વિશ્વાસ થયો તેને ચારે પડખે સમાન પ્રતીતિ જોઈએ, અને તેણે જ કેવળજ્ઞાનીએ દીઠું એનો સ્વીકાર કર્યો છે. જેણે કેવળજ્ઞાનીને માન્યા છે તેને રાગની રુચિ, કર્તાપણારૂપ અજ્ઞાન હોય નહિ, તેને એવી ઊંધી શ્રદ્ધા પણ ન હોય કે કેવળી ભગવાને મા૨ા ભવ દીઠા છે માટે હવે હું પુરુષાર્થ ન કરું, પુરુષાર્થ તેની મેળે જાગશે, એમ માને તો તે મિથ્યાર્દષ્ટિ છે. શ્રીમદે કહ્યું છે કેઃ- “ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહિ આત્માર્થ.” વળી કહ્યું છે કે ઃ ર જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાયી; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ” ,, કોઈ કહે છે કે અનંત વાર નવ વાડે બ્રહ્મચર્ય પાળ્યું પણ કાંઈ હિત થયું નહિ, પણ તે મિથ્યા માન્યતા છે. અહીં તો પુરુષાર્થ સહિત સમ્યજ્ઞાન અને બ્રહ્મચર્યની વાત છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાનબળનો પુરુષાર્થ જ્યાં વર્તે છે ત્યાં બ્રહ્મચર્યનો ગુણ પ્રગટે જ. એમ જ્ઞાની પોતાના ઉપાદાનના પૂર્ણ સામર્થ્યનું બળ પોતાની શક્તિમાં જુએ છે. ત્યારે અજ્ઞાની ઉપાદાનને ભૂલીને અનંત કાળનાં કર્મ કેમ તૂટે, એ આદિ પરાશ્રિતબુદ્ધિ વડે નિમિત્તાધીન રહી, પુરુષાર્થ રહિત થઈ આત્માર્થને છેદે છે. કાળમીંઢ પથરા પણ તૂટી જાય છે, તો એ જડ પ્રકૃતિનાં મડદાંનો શું ભા૨ છે કે ચેતનને તે અટકાવી શકે? ગમે તેવો ઉદય આવે તે જ્ઞાનમાં દેખાય. જેમ અરીસામાં લશ્કર દેખાય તેમ જ્ઞાનમાં પુદ્ગલના વર્ણાદિ કે રાગાદિનો વેશ દેખાય, તેમાં રાગ-દ્વેષ શા માટે થાય ? લોકોને ઊંધી માન્યતાનાં પોષણ બહુ મળેલાં છે તેથી જ્યાં-ત્યાં પરાધીનતાને જ દેખે છે, અનંત શક્તિવાળા પૂર્ણ ચૈતન્યભગવાનનો મહિમા દેખતા નથી. અત્યારે પણ ધર્મકાળ છે. કાળ તો જડ પદાર્થ છે, પણ એક દેહ કરીને મોક્ષે જઈ શકાય એવો ધર્મકાળ (સ્વકાળ-સ્વભાવ-પરિણામ ) આ કાળે પણ છે. લોકોને ઊંધી ગણતરીથી કામ કરવું છે, પણ તેનો મેળ ત્રણકાળમાં બેસે તેમ નથી. પુરુષાર્થ કરવો નહિ ને વાતો કરવી કે જ્ઞાની જાણે, આપણાથી કાંઈ નિર્ણય ન થાય; કેવળજ્ઞાન થાય ત્યારે જણાય. આમ શંકામાં રહી ઊંધો નિર્ણય કરવાથી આત્મજ્ઞાન ન થાય; પણ જ્ઞાની ધર્માત્મા પુરુષાર્થ વડે તેવો યથાર્થ નિર્ણય પૂર્વાપર વિરોધ રહિત કરી શકે છે, અને એક-બે ભવમાં મોક્ષદશા પોતાને વિષે પ્રગટ થવાની છે એમ નિઃસંદેહ તત્ત્વમાંથી નિઃસંદેહ સાક્ષી લાવે છે. આત્મા સામે જોના૨ને જડધર્મ સામે જોવાનું રહેતું નથી. કર્મનો ગમે તેવો ઉદય આવે પણ Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #429 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૦] [૪૦૩ પોતામાં સ્થિર રહી તે જાણે છે કે એની હદ કેટલી? બધાં ટળવા આવે છે. માટે જ્ઞાની સ્વાનુભવથી કહે છે કે તારા પુરુષાર્થને આધીન ભવસ્થિતિ છે. પરમાં અહંપણું-રાગ વર્તે છે તે ભૂલ છે. તારો સ્વાધીન સ્વભાવ કઈ જાતનો છે, તે નિર્ણય લાવ તો જેમ છે તેમ બધું સમજાઈ જાય; કેવળજ્ઞાનીને પૂછવા જવું નહિ પડે. પુરુષાર્થની જ બીજાં ચાર સમવાય કારણો પાકે છે, તેમાં કાળલબ્ધિ આવી ગઈ, કાળ તો જડ છે તે ચેતનની અવસ્થાને પરાણે કેમ પરિણમાવે? નારકી આદિ ભવભ્રમણમાં જવું હોય તો પણ કાળદ્રવ્ય ઉદાસીન સહાય આપેમોક્ષસ્વભાવમાં પરિણમવું (જવું) હોય તોપણ સહાય આપે. માટે ચેતન જાતે જાગે તો જ ગુણ પ્રગટે. જો ઇચ્છી પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ.” જેને સાચું હિત કરવું છે તેણે પરમાર્થભૂત તત્ત્વ અને તે જાતનો પુરુષાર્થ પ્રથમ સમજવો પડશે, તે સમજ્યા વિના દુઃખનું મૂળ જે વિપરીત માન્યતા તે ટળશે નહિ. જેને નિમિત્ત ઉપર જ વજન છે, એટલે પરના આધાર વિના મારા ગુણ પ્રગટે નહિ, તે પણ નિમિત્તના ઘરની ઢીલી ઢીલી વાતો લાવીને પુરુષાર્થ ઉડાડે છે, જાણે કે આત્મામાં કાંઈ સામર્થ્ય જ ન હોય! ઘણા લોકો તો એવી વાતો સાંભળીને ગળિયા બળદ જેવા થઈ સંસારમાં જ બેસી જાય છે. પુરુષાર્થરૂપી ટાંગાને ભાંગી નાખે છે. એવી વાત સાંભળે કોણ? કેવળજ્ઞાનીએ દેખ્યું છે તેમ થાય છે તેમ કહેવાનો અધિકાર તો સાચો પુરુષાર્થ કરે તેને જ છે; કેમ કે તે અનુભવથી અંદરમાં પરિણમન બદલાવીને કહે છે. જ્ઞાની સમ્યગ્દષ્ટિની વાણી પુરુષાર્થહીન ન હોય. જેને ત્રિલોકીનાથ સર્વજ્ઞ ભગવાન પરમાત્માની શ્રદ્ધા હોય તેને યથાર્થ દશાનો અનુભવ તો હોવો જ જોઈએ. જેણે કેવળજ્ઞાનીને સ્વીકાર્યા તે તો કેવળીની જાતનો થઈ ચૂક્યો, કેવળીને માને તેને ભવ ન હોય. કેવળજ્ઞાની ભગવાને જાણ્યું તેમ જ થવાનું છે એ ન્યાય જો હૃદયમાં બેઠો તો તેની સાથે જ સ્વસમ્મુખ જ્ઞાતાપણાનો પુરુષાર્થ અને વીતરાગદેષ્ટિ હોવી જોઈએ, પણ માત્ર વાતો જ કરે કે આપણને જ કંઈ ખબર પડે નહિ શું કરીએ, અનંતકાળનાં ઘણાં કર્મ પડ્યાં છે તે કેવાં ડોકિયાં કાઢશે? પણ કર્મ આંધળાં જડ-તેની તો પ્રતીતિ, અને ચૈતન્ય ભગવાન દેહદેવળમાં જાગતી જ્યોત બિરાજે છે તેની પ્રતીતિ નહિ, તે કેટલી અજ્ઞાનતા ! એવો ભાવ આવવો જોઈએ કે કર્મનો ઉદય આવશે તો હું આવો પુરુષાર્થ કરીશ કે કર્મનો નાશ કરી બે ઘડીમાં કેવળજ્ઞાન લઈશ. નિમિત્તાધીન તારું ઉપાદાન હોય તો કોઈ કાળે મોક્ષ થાય નહિ, જેને બે તત્ત્વોનું યથાર્થજ્ઞાન નથી તે અન્યથા માને છે. શાસ્ત્રથી-ન્યાયથી વિચારે તો ખબર પડે કે પરમાણુમાં બંધસ્વભાવ છે એને આત્મામાં મોક્ષસ્વભાવ છે, ગમે તેવો પ્રકૃતિનો ઉદય આવે પણ પુરુષાર્થ કાઢીને સર્વ કર્મનો ક્ષય કરું, એવી અપૂર્વ હોંશની વાત લાવને ! તે માટે શ્રીમદ્ કહે છે કે જો તમે સાચો પરમાર્થ ઇચ્છતા હો તો સાચો પુરુષાર્થ લાવો, વાતો નહિ, મનની કલ્પના નહિ. લોકો કર્મની વાતો કરે છે કે કર્મ સત્તામાં પડ્યાં છે, શું થશે તે જ્ઞાની જાણે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #430 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા અમને કાંઈ ખબર ન પડે, એમ કર્મનો પોકાર કરનારા પોતાને જ ભૂલીને વાત કરે છે. કર્મનો પોકાર મોટો અને આત્મામાં કાંઈ માલ નહિ એમ તેઓ માને છે. પણ સત્ય પુરુષાર્થ ઉપર આવીને ગુલાંટ મારે કે હું મોટો અને મારામાં અનંત કેવળજ્ઞાન શક્તિ છે, બેહદ શક્તિથી દરેક સમયે ભર્યો પડ્યો છું, સ્વાધીન છું, કર્મ જડ તે જ્ઞાનીને કેમ રોકે ? હમણાં હું સ્વભાવ પ્રગટ કરીશ એવી જેને પ્રતીતિ નથી તેને પુરુષાર્થ હોય નહિ. જ્ઞાની બધું જયવંત દેખે છે. લાખ મણ ખડ (ઘાસ) હોય, તેમાં અગ્નિ શબ્દ લાખ વાર બોલે કે અનંત મણ અગ્નિ નાખું છું-એમ કાગળમાં લખો, વાંચો તો ઘાસ બળે નહિ, પણ સાચી અગ્નિનો કણિયો નાંખો તો બળે. તેમ આત્મા જેવો સર્વજ્ઞ ભગવાને પૂર્ણ શુદ્ધ કહ્યો છે તેની પ્રતીત પોતાની જાતની ખાતરીથી આવે તો પુરુષાર્થ કામ કેમ ન કરે? પુરુષાર્થ તો જ્ઞાનમાં છે, મન, ઇન્દ્રિય, કાયા, વિકલ્પ, શબ્દાદિમાં પુરુષાર્થ નથી. આ જ શરૂઆતનો એકડો છે. આત્મા શુદ્ધ છે, સ્વાધીન છે, અસંગ છે, અબંધ છે, આ વાતની હા પાડવી લોકોને કઠણ પડે છે. બંધવાળો, ઊણો, હીણો, વિકારી માનવો છે અને જે જાતની વિધિનો પુરુષાર્થ જોઈએ તે કરવો નથી. જ્ઞાનાવરણાદિકર્મ એની મેળે ટળે તો શક્તિ પ્રગટ થાય, એવું નિમિત્તાધીનપણું માનીને અંતરજ્ઞાનના પુરુષાર્થહીન થનારા અને આત્માને બંધવાળો કે વિકારી માનનારા મિથ્યાષ્ટિ છે. શુદ્ધ આત્માની શ્રદ્ધા અને પુરુષાર્થ સાથે જ હોય, તેની વાણી પણ પુરુષાર્થહીન ન હોય. જેને પરમાર્થસ્વરૂપની પ્રાપ્તિની શ્રદ્ધા છે તેનામાં કેવો વિવેક જોઈએ? જ્ઞાની પોતે નિત્ય પૂર્ણજ્ઞાનાનંદના લક્ષે નિર્ભય, નિઃશંક હોય છે. | સર્વજ્ઞ ભગવાનનો ભક્ત હોય તેને ભવની શંકા ન હોય. દેવ, ગુરુ, ધર્મ તો વીતરાગ છે, નિર્દોષ છે, તેમની શ્રદ્ધા કરી સર્વશને ઓળખ્યા તેને ભવની શંકા હોય નહિ. યથાર્થ શ્રદ્ધા પછી પૂર્ણ ચારિત્ર થતાં કદી વાર લાગે, જલદી રાગ-દ્વેષરૂપ અસ્થિરતા ન ટાળી શકે, પણ તેને પુરુષાર્થનો નિષેધ હોય નહિ. અને ભવની શંકા હોય નહિ. ત્રિલોકનાથ સર્વજ્ઞ ભગવાન દાંડી પીટીને કહે છે કે સર્વ આત્મા સિદ્ધસમ શુદ્ધ છે, તેની જેને શ્રદ્ધા થઈ તેને પોતાથી નિઃસંદેહ ખાતરી થાય છે, કેવળજ્ઞાનીને પૂછવા જવું ન પડે, પોતાની પર્યાય ઉઘાડવા સાધકસ્વભાવનો પુરુષાર્થ પૂર્ણને લક્ષમાં લઈને ઊપડે છે, તેમાં શંકા ન રહે. તેને ભગવાનની નિશ્ચયભક્તિ હોય છે. જેણે ભગવાનની નિશ્ચયભક્તિ કરી તેને ભવ હોય નહિ. જેને ભવની શંકા છે તે મિથ્યાદેષ્ટિ છે. પણ આ કાંઈ ધારણા કરવાની વાતો નથી, ગોખે પાર પાડે તેમ નથી, એ જાતની પાત્રતાથી ગુણ પ્રગટે છે, તે ધર્માત્મા જ્યાં જ્યાં જુએ છે ત્યાં સવળું જુએ છે, અને તેથી જ્ઞાનીનો મહિમા અને પુરુષાર્થ દેખે છે. તે પરાધીનતાનો અંશ દેખતો નથી, તેથી કહે છે કે મેળાપ કરો નહિ અને આત્માર્થને છેદો નહિ. લોગસ્સનાં પાઠમાં “સિદ્ધાસિદ્ધિ મમ દિસંતું આવે છે ત્યાં પૂર્ણ સિદ્ધપદની માંગણી કરે છે. જીવો પૂરું મળવાનું બોલે પણ ભાવમાં ભાસન મિથ્યા હોય તે શું માગે છે તેની તેને ખબર નથી. રુચિમાં ગોઠતું માગે છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #431 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૧] [૪૦૫ એટલે જોઈએ છે મુક્તિ પદ અને સેવે છે બંધન; તેને જ્ઞાની કહે છે કે તારામાં પૂર્ણ સિદ્ધપદ ભર્યું છે, તે તારે સ્વાધીન છે, અનંત-બેહદ તારી શક્તિ છે તેની પ્રતીત કર, એટલે તે તારાથી પ્રગટ થશે, તારામાં એક પરમાણુ માત્રનો સંબંધ પરમાર્થે નથી; વર્તમાન કર્મસંયોગ દેખાય છે તેનો ઉદય આવે ત્યારે તેને તોડી નાખવાનો પુરુષાર્થ તારામાં છે. અનંતા કર્મબંધન ટળી જાય એવું સામર્થ્ય ચેતનની એક સમયની અવસ્થામાં છે. તે જ્ઞાનબળ કોઈથી દીધું દેવાતું નથી, છતાં ધર્માત્મા સમજીને ઉપચાર કરે છે કે હે સર્વશદેવ! પરમાત્મા! “સિદ્ધ સિદ્ધિ મમ દિસંતું” તેમાં હું છું તેવો પ્રગટ થાઉં એ ભાવના છે. સમ્યજ્ઞાનમાં સિદ્ધપદ કેવું હોય તેનું જેને ભાન હોય તે ગુરૂઆશાએ વર્તતો સ્વસમ્મુખતારૂપ પુરુષાર્થથી ક્ષણે ક્ષણે કર્મને ટાળે છે. રાગ-દ્વેષ કે વિષય-વાસનામાં રુચિથી જોડાતો નથી કારણ કે તેની દૃષ્ટિમાં બંધભાવરૂપ સંસારનો આદર નથી. ઊંધો પુરુષાર્થ ઊંઘી પ્રતીતિ તે જ સંસારનું કારણ છે, તે ભૂલ (બંધરૂપ ભાવ) ટાળીને પોતાના સવળા પુરુષાર્થ વડે અખંડ જ્ઞાયકપણું ટકાવી રાખે છે. તેથી જ્ઞાયકભાવમાં બંધપણું ટકતું નથી; એવો સમ્યજ્ઞાનનો મહિમા છે. જ્ઞાનક્રિયા જ્ઞાનમાં જ છે, જ્ઞાન જ સાધન છે; બાહ્યની ક્રિયા ચેતન કરી શકે નહિ, એના ઉપર ચેતનનો પુરુષાર્થ કામ આવે નહિ. સર્વજ્ઞ કેવળીનું વીર્ય (બળ) જડમાં કામ કરી શકે નહિ, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય પણ તે જડ-પુદ્ગલની ક્રિયા કરી શકતો નથી, ભોગવી શકતો નથી, પણ સ્વસ્વભાવમાં ટકી રહેવાનો પુરુષાર્થ વધતાં રાગાદિ કષાય ટાળી શકે છે, અને રાગ ટળતાં રાગનું નિમિત્ત બાહ્ય સંયોગ પણ છૂટી જાય છે; એવો ત્રિકાળી નિયમ છે. ૧૩૦ હવે નિશ્ચય લક્ષમાં રાખીને સાધના કરવાનું કહે છે : નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧ હવે નિશ્ચય-પરમાર્થને કથન માત્ર ધારી રાખે, (પુરુષાર્થહીન થઈને) નિશ્ચયકથન કરે કે આત્મા અબંધ છે, અસંગ છે, સિદ્ધ છે, તેમ માત્ર મનમાં ધારી રાખે અને પરમાર્થભૂત વ્યવહારસાધન, સત્સમાગમ વગેરે છોડી સ્વચ્છંદમાં વર્તે, તેમ ન થવું જોઈએ. આત્મા અબંધ, અસંગ, શુદ્ધ છે તે વાત પરમાર્થ સાચી છે, પણ કોને? કે જે યથાર્થદૃષ્ટિના ભાન સહિત પુરુષાર્થ લાવે અને સ્વસમ્મુખ જ્ઞાતાપણાના બળ વડે રાગ-દ્વેષને તોડે છે તેને. પણ જે શબ્દો માત્ર ગોખી રાખે તે રાગની રુચિ રાખતો હોવાથી સાચો પુરુષાર્થ ન કરે, સ્વચ્છેદ અને અનાચાર પોષે છે, તે પાપબંધ કરે છે. આત્મામાં પરમાર્થે બંધ કે રાગ-દ્વેષની ઉપાધિ નથી પણ તે ક્યારે? કે પૂર્ણ શુદ્ધતાની દૃષ્ટિએ અમુક રાગ-દ્વેષ કષાયનો ઘટાડો કરીને સાચી શ્રદ્ધા લાવે ત્યારે. પણ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #432 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા ૪૦૬ ] જેને સાચો પુરુષાર્થ કરવો નથી પણ માત્ર નિશ્ચયના કથનને ધારી રાખવું છે તેને કલ્યાણ થતું નથી, માટે પ્રથમ જ હું શુદ્ધ છું એ લક્ષે વૈરાગ્ય સહિત વિષય-કષાયનો ઘટાડો કરવો. દેહની આસક્તિ ઘટાડીને સત્શાસ્ત્રનું વાંચન, શ્રવણ, મનન અને સત્તમાગમ કરવો. ક્રોધાદિ કષાય તથા દેહાદિની મમતાનો કાંઈ ઘટાડો ન કરે, તો આખો આત્મા ૫૨થી જુદો તૃષ્ણા-રાગરહિત છે એની શ્રદ્ધા, રુચિ કેમ થશે ? કોઈએ શ્રીમદ્ ઉ૫૨ લખેલું કેઃ- હું ૫૨માત્મા છું. તેનો જવાબ આપ્યો કેઃ- સર્વ જીવનું ૫૨માત્મપણું છે એમાં સંશય નથી, તો પછી તમે પોતાને ૫૨માત્મસ્વરૂપ માનો તો તે વાત અસત્ય નથી; પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહિ ત્યાં સુધી મુમુક્ષુજિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે અને તે રસ્તે યથાર્થ ૫૨માત્મપણું પ્રગટે છે. જે અંતરમાં કષાય હોય તેને ઓળખે નહિ, પ્રમાદમાં સંતોષ માને, અને પોતાને જ્ઞાની માને તે સ્વયં અપરાધી છે. અનંત વાર નહિ પ્રગટેલું એવું અપૂર્વ આત્મભાન થયે, પૂર્ણ સ્વરૂપની શ્રદ્ધા, વિવેક અને પુરુષાર્થ સાથે રહે છે. અંતરંગમાં અકષાય સુખસ્વભાવ અનુભવવામાં રાગદ્વેષ કષાયનો અંશ પણ નહિ પાલવે. ધર્માત્માને પૂર્ણતાને પહોંચી વળવાનો પુરુષાર્થ પ્રગટ થયો છે, તેથી કષાયની વૃત્તિને બરાબર ઓળખી લે છે, અને તેને ટાળે છે. આત્માનું જ્ઞાન થયું તેમાં વિવેક હોય જ. અંદ૨માં ચૈતન્યની શાંત અવિકારી દશા પ્રગટી તેને રાગ-દ્વેષ કે વિષય-કષાયમાં રુચિ કેમ હોય ? માટે સ્વચ્છંદીને કહે છે કે જો તને સાચી શ્રદ્ધા હોય તો પુરુષાર્થ થયા વિના રહે નહિ. સત્ની શ્રદ્ધા થતાં હિત-અતિનો વિવેક સાથે જ હોય, તેથી સંસારનો રાગ ટાળીને પવિત્ર દેવ, ગુરુ, ધર્મ, સદેવ તથા સત્ સમાગમનું બહુમાન, વિનય, ભક્તિ, આદર પણ થવા જ જોઈએ. સાધનનો આદર તેમાં પોતાનું બહુમાન છે, જેને સત્નો પ્રેમ છે તેને સંસા૨નો પ્રેમ હોતો નથી; તેને સાચાં નિમિત્ત ઉપર સહેજે પ્રેમ રહે જ. અહો! સત્સમાગમનો મહિમા ! એમ ભક્તિ ઉભરાવીને દેવ, ગુરુ, ધર્મ, સત્શાસ્ત્રો વગેરે સાચા નિમિત્તોનું બહુમાન કરે છે, અને વિવેકથી જેમ છે તેમ જાણે છે. પણ જે સિદ્ધ સમાન આત્મા છે, એમ કથનમાત્ર માને છે પણ એ જાતનો પુરુષાર્થ કરતો નથી તેને વીતરાગની ભક્તિમાં પ્રેમ આવતો નથી. દાન, પ્રભાવના આદિમાં આરંભનો દોષ લાગે એમ જે કહે છે તે સાધકભાવ ઓળખી શકતો નથી. તેને દેહાધ્યાસ વર્તે છે, તેથી તેને આત્માની પ્રતીત નથી. સત્ સ્વરૂપની જેને ઓળખ છે તેને સત્ સાધનનો નિષેધ હોય નહિ, પણ બહુમાન હોય. ગૃહસ્થ ધર્માત્મા હોય તે દેવ-ગુરુવંદન, પૂજા, ભક્તિ વગેરે સાચા અભિપ્રાય સહિત મહિમા લાવી કરે છે, પણ જે જીવો નિશ્ચયાભાસી છે તેને સત્ સાધનની રુચિ નહિ થાય. દેવ-ગુરુ કાંઈ આપી દે તેમ નથી, તે તો ૫૨ છે, એ બધાં સાધનો બાળજીવો માટે છે, આપણે તેનું પ્રયોજન નથી, એમ સત્સમાગમ, ગુરુભક્તિ આદિ સાચાં સાધનની ઉપેક્ષા કરવાથી પુરુષાર્થહીન અને પ્રમાદી થઈ ઘણા જીવો સ્વચ્છંદે પાપમાં પ્રવર્તે છે. માટે તેમ ન થવું જોઈએ. Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #433 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૧] [૪૦૭ શાસ્ત્રમાં તો નિજ શુદ્ધાત્માનો આશ્રય કરાવવા માટે નિશ્ચય વાત કહી છે તે બરાબર છે; આત્મા અબંધ છે, પરમાર્થે અબદ્ધ-અસ્પષ્ટ છે, નિર્મળ જ્ઞાનમાત્ર છે, એ વાત પરમાર્થે તન્ન સાચી છે. જીવ કંઈ બંધાયેલો નથી, તેમાં કાંઈ કર્મ પેસી ગયાં નથી. સંસારાવસ્થામાં તેની જોડે કર્મના રજકણોની અવસ્થા દેખાય છે, તેના આશ્રયે થતી વિકારી અવસ્થાને જીવ પોતાની કલ્પ છે, અને રાગ-દ્વેષી બને છે, પણ તેવો થઈ જતો નથી, ભૂલથી માને છે. જેમ દૂધ અને પાણી ભેગાં થઈ ગયાં હોય તો અગ્નિ વિના જુદાં થઈ શકે નહિ, પણ અગ્નિનો પ્રયોગ થતાં પાણી બળી જાય છે અને દૂધની મીઠાશ વધે છે, અને ઘટ (માવો) પિંડ બને છે. એમ આત્મામાં કર્મપ્રકૃતિની, નિમિત્તની ઉપાધિ પેસી ગઈ નથી, ભૂલથી માન્યું હતું તે ભૂલ જ્ઞાનભાવે-અભૂલ સ્વભાવના ભાન વડે ટાળી શકાય છે. હું પરથી જુદો, આનંદઘન શુદ્ધ છું, મારામાં પારદ્રવ્યનો-પરભાવનો પ્રવેશ નથી, એવી શ્રદ્ધા વડે જ્ઞાનમાં સ્થિર થાય તો કર્મની બધી વિકારી અવસ્થા આત્મસમાધિના ધ્યાનરૂપી અગ્નિના પુરુષાર્થથી બળી જાય છે, અને શુદ્ધ ચૈતન્યપિંડ આનંદઘન માવો સહજ સમાધિમાં ઢીમ (ઘન) થઈ જાય છે. અશુદ્ધ અવસ્થા મારો સ્વભાવ નથી એમ માને તો જ અશુદ્ધદશા ટાળી શકાય છે. “નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય.” પૂર્ણ જ્ઞાયકસ્વભાવ મોક્ષ એ જ મારું સાધ્ય છે, તેમાં પવિત્ર જ્ઞાનમાત્રપણે ટકી રહેવું તે મારું જ્ઞાનબળ સાધન છે. પૂર્ણ શુદ્ધતાનું અભેદ લક્ષ રાખ્યા વિના પુરુષાર્થ ઊપડે નહિ. જ્યાં ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની, (સ્વાભાવિક તત્ત્વ એટલે શુદ્ધ આત્માની) શ્રદ્ધા છે, અને તેના લક્ષમાં એકત્વપણે વર્તવાનો જેને નિર્ધાર છે તેને શુભ-અશુભ વિકારી બંધભાવમાં વર્તવાનો આદર ન હોય. ( જ્ઞાન-ભાવમાં વિકારી કર્મભાવનો સહેજે નકાર હોય છે.) વિકારી કારણ અને અવિકારી કાર્ય એમ કદી બને નહિ. જે ભાવે બંધ થાય તે ભાવે અબંધપણું પ્રગટે નહિ, પંચમહાવ્રત તથા દયા આદિના પરિણામ તે શુભભાવ છે અને તે શુભભાવથી બંધ થાય છે માટે એ બધાં કર્મભાવ છે. તેનાથી અબંધપણાનો ગુણ થાય એમ માનવું તે સ્વહિંસા છે-સનો અનાદર છે. જે કોઈ આત્માની યથાર્થ પ્રતીતિ ન કરે અને બાહ્ય સાધનમાં કે પુણ્યાદિમાં રોકાય તેને સનો અનાદર હોય જ હોય. શુદ્ધ ચૈતન્યપણાની શ્રદ્ધા નથી ત્યાં લગી જીવ પોતે પરભાવમાં રોકાણો છે અને તેથી તે પુણ્યપરિણામમાં મીઠાશ રહે છે. તે કદી પુણ્ય બાંધે પણ તે પુણ્ય પાપાનુબંધી હોવાથી સંસારનું કારણ થાય છે. બાહ્ય ચારિત્રને પરમાર્થમાં ગણું નથી; પણ “પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમત” એમ કહ્યું છે. આત્માનું સાધન આત્માથી ભિન્ન ન હોય, આત્મામાં જ હોય એ નિયમ છે. એ જાતનું સાધન પોતામાંથી પુરુષાર્થ વડે પ્રગટે છે. બાહ્ય સાધનથી આત્માનું સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર નથી. આત્માનું ચારિત્ર આત્માના આધારે છે, માટે નિશ્ચયની જાતનો વ્યવહાર (સાધકભાવ) તે સત્ સાધન છે. નિશ્ચય લક્ષમાં રાખીને એટલે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #434 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૮] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા હું આત્મા પરથી નિરાળો, અબંધ, શુદ્ધ છું, રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, આદિ સર્વ ઉપાધિ રહિત છું એ નિશ્ચય; અને તેની યથાર્થ પ્રતીતિ સહિત સ્વરૂપજ્ઞાનમાં રાગરહિત ટકવું તે વ્યવહાર છે. રાગને (શુભ પરિણામને) પોતાનો માને, કરવા જેવો માને, તે પોતાને બંધવાળો માને છે, તેને પરથી જુદાપણાની શ્રદ્ધા નથી. બંધ સારો માને તો છૂટાપણાનો પુરુષાર્થ લાવશે ક્યાંથી? માટે પ્રથમ વિપરીતતા રહિત સાચા અભિપ્રાયની જરૂર છે. આત્મા નિત્ય સ્વાધીન છે, અબદ્ધ, અસ્પષ્ટ, અસંયુક્ત છે, તેમાં પરનિમિત્તનો બંધ, સ્પર્શ કે મળમેલ નથી, એવી યથાર્થ પ્રતીતિ એ જ જિનેશ્વર ભગવાનના મહાસૂત્રનો એકડો છે. એ સ્વરૂપ સમજ્યા વિના જરાય ધર્મ નથી; સપુરુષની ઓળખ નથી, તેથી તેને સત્સમાગમનો લાભ પણ નથી. ૧૩૧ નિશ્ચય અને વ્યવહાર બન્ને સાથે હોય છે એમ હવે કહે છે : નય નિશ્ચય એકાન્તથી, આમાં નથી કહેલ; એકાન્ત વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩ર અત્રે એકાંત નિશ્ચયકથન કહ્યું નથી. આત્મા અબંધ તત્ત્વ છે, પુણ્ય-પાપ આદિ શુભ પરિણામ પણ આત્મામાં નથી. આત્મા ત શુદ્ધ, અસંગ, નિરપેક્ષ છે; એ પરમાર્થકથન યથાર્થ છે, પણ તે એકાંત ક્યારે કહેવાય છે કે તેની યથાર્થ શ્રદ્ધા અને પુરુષાર્થ ન હોય ત્યારે. આ વાત શુષ્કજ્ઞાનીનાં લક્ષણમાં કહી છે. આ શાસ્ત્રમાં એકાંત વ્યવહારપક્ષ પણ કહ્યો નથી. આત્માના લક્ષ વિના કષાય ઘટાડે એને વ્યવહાર કહ્યો નથી. તેમ જ આત્માનું લક્ષ કરવું અને કષાય ન ઘટાડવો એમ પણ કહ્યું નથી. પણ નિશ્ચયને અવલંબિત સજાતીય (ચેતનનો) સ્વાવલંબી વ્યવહાર કહ્યો છે, તે પરમાર્થહેતુ વ્યવહાર છે. હું પૂર્ણ શુદ્ધ એ નિશ્ચય, અને તે અકષાય શુદ્ધતામાં રાગ ટાળીને સ્થિર થવાનો પુરુષાર્થ તે વ્યવહાર છે. તે નિશ્ચય અને વ્યવહાર અને આત્મામાં ઘટે છે પણ બાહ્ય નહિ. હું રાગરહિત વીતરાગી છું, રાગનો અંશ મારા સ્વભાવમાં નથી, હું શક્તિપણે સિદ્ધ ભગવાન છું, એ દેષ્ટિ સહિત જ્ઞાનમાં પુરુષાર્થ હોય તેને દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, સદ્ગુરુનો વિનય, બહુમાન કરવાનો શુભ વિકલ્પ છદ્મસ્થપણામાં આવે જ; તે સમજીને જાગૃતિ સહિત સાચી ભક્તિ કરે છે. પણ જેને શુદ્ધ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા નથી, તે કદાચ ભક્તિ કરે તો પણ પાછળ તેને વિવેક હોય જ નહિ. રાગરૂ૫ ભક્તિથી તે ગુણ માનતો હોય છે, તે શુભ રાગને પુરુષાર્થ માને છે. સાચા વિવેકના ભાન વિના વીતરાગની ભક્તિ નથી, પણ રાગની ભક્તિ છે. પુણ્ય બાંધે પણ નિર્જરા ન થાય, અને ભવ પણ ન ઘટે. પ્રશ્ન :- પ્રથમ શું કરવું? ઉત્તર :- સાચી સમજણ અને સશાસ્ત્રનું મનન, વાંચન, વિચાર, શુદ્ધતાના લક્ષ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #435 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૨] [૪૦૯ વિષયવાસના, ક્રોધ, માન, માયા, લોભ ઘટાડવાં તે વ્યવહાર, હું સિદ્ધ સમાન છું તે નિશ્ચય; એવી સાચી શ્રદ્ધા કરે તેને તીવ્ર કષાય ટળીને મંદ કષાય થયા વિના ન રહે. અવતના પાપપરિણામ ટળીને શુભપરિણામ તેને થાય જ. સન્ની રુચિ છે તે અસત્ સાધનનો આદર કેમ કરે ?-ન કરે. તે દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, સત્સમાગમ વીતરાગ ધર્મની શોભા, પ્રભાવના કરે, અકષાયદૃષ્ટિએ કષાયને ઘટાડે. ચોવીસે કલાક તત્ત્વના વિચાર ઘોળાયા કરે એવી દશા જોઈએ. વાંચના, પૃચ્છના, પર્યટના વગેરે બધાં સાધન સ્વાધ્યાયમાં નિમિત્ત છે. ધર્માત્માને તે બધાનો વિવેક સાથે હોય જ. કોઈ નિમિત્તને આધારે જ્ઞાન, દર્શન, ચારિત્ર નથી. બાહ્ય નિમિત્ત તો શેય છે. અકષાયતત્ત્વના લક્ષે જે પુરુષાર્થ થાય તે જ નિશ્ચયપૂર્વક વ્યવહાર છે. માટે પ્રથમ અનંત કાળમાં નહિ મળેલું તત્ત્વ શું છે તે સમજવા માટે, અંતરથી વૈરાગ્ય-ઉપશમવૃત્તિ કરવી. તેને માટે રાત-દિવસ ઝુરણાઝંખના કર્યા વિના સન્માર્ગનું અંશે પણ ભાન થવાનું નથી. જેનામાં પાત્રતા થઈ તેને સત્ સાધન, સદ્ગુરુ વગેરે મળ્યા વિના રહે જ નહિ. બહારથી ન મળે તો અંદરથી સમાધાન પ્રગટે, પણ પાત્રતાની તૈયારી પોતાની પ્રથમ જોઈએ. સર્વજ્ઞ વીતરાગે જે લોકોત્તરમાર્ગ કહ્યો છે તેને ગમે તેમ કરીને મારે પ્રાપ્ત કરવો છે એવી જિજ્ઞાસા વધતાં તેન સદ્ગુરુ મળે જ! આત્મજ્ઞાન થયા પછી રાગદ્વેષ સર્વથા ટળી જતા નથી, પણ જીવ પુરુષાર્થ વધારે છે, રાગ ટાળવાની તેને ભાવના રહે છે. સાચી દૃષ્ટિ હોય ત્યાં સર્વથા રાગ-દ્વેષ ટાળવાનો અભિપ્રાય અને રાગ-દ્વેષ રહિત જ્ઞાનમાં ઠરવાનો પુરુષાર્થ હોય જ. એ રીતે નિશ્ચયર્દષ્ટિપૂર્વક વ્યવહાર હોય છે, તે એકાન્ત વ્યવહાર નથી. એકલાં પુણ્ય કરવાં તે આત્મધર્મનો વ્યવહાર છે એમ પણ કહ્યું નથી. જે કોઈ શુભભાવ એટલે પુણ્યપરિણામને ચારિત્ર માને, ગુણ માને તે મિથ્યાષ્ટિ છે, કારણ કે તે કર્મભાવ છે, બંધભાવ છે, તેનાથી સંવર, નિર્જરા કે ધર્મ નથી. ધર્માત્માને અકષાયદૃષ્ટિનું લક્ષ અને તે જાતનો પુરુષાર્થ છે, તેની સાથે પુણ્યપરિણામ થયા વિના રહે નહિ. તેનો સ્વામી નથી, પણ તીવ્રકષાય ટાળીને મંદકષાય કરવાનો તે પુરુષાર્થ કરે છે, અને દૃષ્ટિ પૂર્ણ અકષાય પર છે. રાગ ટળ્યો તેટલો ગુણ માને છે, રહ્યો તેનો નકાર વર્તે છે; માટે પુણ્યપરિણામની ક્રિયા તે વ્યવહાર નથી, પણ સાધકસ્વભાવનો પુરુષાર્થ તે પરમાર્થહેતુ વ્યવહાર છે. બાહ્ય નિમિત્તને ઉપચારથી વ્યવહાર કહ્યો છે. હું સિદ્ધ સમાન પૂર્ણ શુદ્ધ છું-એ શ્રદ્ધા તે નિશ્ચય અને પૂર્ણતાને લક્ષે શરૂઆત સાધકસ્વભાવ તે વ્યવહાર. નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય તો જ સર્વજ્ઞ ભગવાનનો મોક્ષમાર્ગ છે. બાહ્ય સાધન તે પરમાર્થમાં ઘટે નહિ. પૂર્ણ શુદ્ધ સ્વભાવની યથાર્થ શ્રદ્ધા, પરથી જુદાપણાનું પોતાનું જ્ઞાન અને એ શ્રદ્ધા-જ્ઞાનમાં ઠરવાનું બળ-ચારિત્ર, એ ત્રણ ગુણ જેને અંશે પ્રગટયા છે, તેને સત્સમાગમનું બહુમાન રહે જ; દેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્રની ભક્તિનો વિનય અને તૃષ્ણા-રાગ ટાળવાનો પુરુષાર્થ તેને આવ્યા વિના ન રહે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #436 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૦] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા પણ જો નિશ્ચય અભિપ્રાય એટલે સાચી શ્રદ્ધા (શુદ્ધ સ્વરૂપ) ની ઓળખ ન હોય અને એકાંત વ્યવહારનો પક્ષ કરે તો માત્ર પુણ્ય બાંધે; તે અજ્ઞાનપૂર્વક પુણ્ય હોવાથી પાપાનુબંધી પુણ્ય છે, તેથી એક પણ ભવ ન ઘટે, તે એકાંત બંધપણું સાધે છે. માટે જેમ છે તેમ યથાર્થ તત્ત્વનો નિર્ણય જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી ક્ષણેક્ષણે અજ્ઞાનનું મહાપાપ સાથે જ છે, માટે સાચી દૃષ્ટિ અને તેનો વ્યવહાર સમજો. “પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત;”હું શુદ્ધ છું એ નિશ્ચય, અને રાગ ટાળીને સ્થિર થવારૂપ પુરુષાર્થની રમણતા કરવી તે વ્યવહાર છે. તે બન્ને સાથે છે, કોઈ એકાન્ત તાણીને પક્ષ કરે તો કાર્ય ન થાય. આત્મા સ્વભાવે પૂર્ણ શુદ્ધ છે અને સાધવાનું બાકી છે, એ બેય અપેક્ષાદેષ્ટિને જેમ છે તેમ સમજવી. જેમ દહીંને વલોવીને માખણ કાઢવા વખતે દોરીના બે છેડા છે, તેમાં એકને ખેંચે ત્યારે બીજી બાજું ઢીલું મૂકે તો દહીંમાંથી માખણ નીકળે. બને છેડા તાણી રાખે અથવા છોડી દે તોપણ માખણ ન નીકળે. તેમ હું ચિદાનંદ શુદ્ધ છું, એવી શ્રદ્ધા ત્યાં નિશ્ચયનય, અને તેને પહોચી વળવા માટે જ્ઞાનબળનો પુરુષાર્થ ત્યાં વ્યવહારનય. એમ નિશ્ચયનું કથન આવે ત્યારે વ્યવહાર ગૌણ કરે, અને વ્યવહારનું કથન આવે ત્યારે નિશ્ચય લક્ષમાં રાખે; એમ બને નય પ્રયોજનભૂત છે. જ્યાં સાધકસ્વભાવ છે ત્યાં દેવ, ગુરુ, ધર્મની ભક્તિ વગેરે વચ્ચે આવે છે, તે રાગ છે એમ સમજે છે, પણ જે સંસાર તરફ રાગ હતો તે રાગની દિશા સમ્યગ્દષ્ટિ બદલાવે છે. ૧૩૨. હવે અહીં નિશ્ચય અને વ્યવહાર જેના ખોટા છે તે સમજાવે છે : ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩ ગચ્છમતની કલ્પના તે કાંઈ સવ્યવહાર નથી; પણ આત્માર્થીના લક્ષણ કહ્યાં છે તે દશા અને મોક્ષ-ઉપાયમાં જિજ્ઞાસુનાં લક્ષણ કહ્યાં છે તે સધ્યવહાર છે. ગાથા ૩૮ તથા ૧૦૮ માં કહ્યાં તેવાં મુમુક્ષુનાં લક્ષણ અને જિજ્ઞાસુનાં લક્ષણ છે. એક મોક્ષ સિવાય તેને કાંઈ જોઈતું નથી, ભવે ખેદ = ભવ નથી જોઈતો; અંતરદયા = નિર્વેરબુદ્ધિરૂપ નિજ અનુકમ્પા, તે કહીએ જિજ્ઞાસ, અને ત્યાં આત્માર્થ નિવાસ છે. ત્યાં ક્રોધ, માન, માયા, લોભનું ખરું પાતળાપણું છે. એક આત્માર્થ જ તેને જોઈએ છે. અનંત કાળમાં અપૂર્વતા ન પ્રગટી તે અપૂર્વભાવ કેવો હશે, તેની પ્રાપ્તિ કેમ થાય એની જ સાચી જિજ્ઞાસા જોઈએ. “આરૂષ્મ બોહિલાભ” શુદ્ધ ચૈતન્યમાં સદાય આરોગ્યતા છે, એ ભાન થયા પછી એક પરમાણું પણ નવો બંધાય તે રોગ છે. કંઈ ઇચ્છા નથી, માત્ર પોતાની પૂર્ણતાનું લક્ષ છે તેથી જે કંઈ પુણ્ય બંધાય કે પાપ બંધાય તે ગૂમડાં છે. સમકિતી એમ માને છે કે પુણ્યપાપના ભાવ બેઉ બંધનભાવ છે. મારું સ્વરૂપ તેનાથી સમસ્ત પ્રકારે ભિન્ન છે, નિર્મળ પૂર્ણ પવિત્ર છે. એવી યથાર્થ શ્રદ્ધા તે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #437 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૩] [૪૧૧ સમ્યગ્દર્શન છે, પૂર્ણ કેવળજ્ઞાન તે જ હું છું. એમ પરથી જાડાપણાનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને તેમાં રાગરહિત સ્થિરતા તે સમ્યક્ષ્યારિત્ર છે. તત્ત્વષ્ટિ અને પુરુષાર્થ બધુંય આત્મામાં જ છે. લોકો અંતરંગ કષાય કોને કહેવાય તે સમજે નહિ અને પુણ્યપરિણામને ધર્મ માને,-એ રોગ વળગે છે ને માને છે કે હું નિરોગ થાઉં છું. આ ખબર વિના બહારથી કંઈ કરીએ તો સંવર-નિર્જરા થશે, ધર્મ થશે, એમ લોકો બોલે છે, પણ ચેતનની શી જાત છે અને વીતરાગી ધર્મનો વ્યવહાર કેવો હોઈ શકે, તે જરા ધીરજ રાખી મધ્યસ્થપણે વિચારે, તત્ત્વનો અભ્યાસ કરે તો સમજાય. આત્માનો ધર્મ ત્રણે કાળે એક જ હોય. તેનો વ્યવહાર પણ નિગ્રંથ વીતરાગદશા જણાવનાર હોય. અહીં તો પંચમકાળ વર્તે છે. તેથી ગચ્છમત વધી પડયા છે, પણ વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ શ્રી સીમંધર ભગવાન સમવસરણમાં (ધર્મસભામાં) ધર્મદેશના આપી રહ્યા છે. એ દિવ્યધ્વનિથી સનાતન જૈનધર્મ એક જ પ્રકારે પ્રવર્તે છે. ત્યાં મતભેદના પક્ષપાત નથી. ગૃહસ્થના પણ સરખા આચાર અને મુનિધર્મ નગ્ન-દિગંબર તન્ન નિષ્પરિગ્રહી છે, વસ્ત્રનો તાણો હોય નહિ. શાંત વીતરાગ મુદ્રા સહિત નગ્ન, આત્મધ્યાનમાં મગ્ન સંત-મુનિવરોનાં ટોળાં છે. ત્યાં એક જ ધર્મ છે. આ વાત માનો કે ન માનો, પણ સાક્ષાત્ પ્રમાણથી આવેલી વાત છે. સર્વજ્ઞના ઘરની વાત છે, તેમાં કોઈની સાક્ષીની જરૂર નથી. મહાન ઐશ્વર્યવંત હુજારો કેવળજ્ઞાની ભગવાનો પણ ત્યાં છે. હજારો સંતોના ટોળાં છે. ધર્મકાળ ત્યાં વર્તે છે. ત્યાં ત્રણેકાળે ધર્મકાળ હોય છે. અહીંની જેમ ગચ્છમતના વિરોધ ત્યાં નથી, સદાય સત્રરૂપણા-તીર્થકર ભગવાનની વાણીના અમૃતધોધ ત્યાં વહે છે. ત્યાં અત્રે કહીએ છીએ તે જ સબોધપ્રરૂપણા વર્તે છે. અનંત જ્ઞાનીએ આત્માને જે પ્રકારે ઓળખાવ્યો છે તેમ સાધ્યસાધનપણે, વિરોધ ટાળીને શુદ્ધ આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં ટકી રહેવાનો પુરુષાર્થ કરવો તે જ મોક્ષમાર્ગ છે. ત્યાં નિમિત્તરૂપે ૨૮ મૂળગુણ, નગ્ન દિગંબર મુનિદશા હોય છે, તેમાં અપવાદ નથી. આત્માનું યથાર્થ શુદ્ધ સ્વરૂપ છે તેમાં જ સાવધાન રહેવું, પુણ્ય-પાપ, રાગ-દ્વેષ રહિત શુદ્ધ સ્વરૂપની સંભાળ રાખવી તે ધર્મ છે. તેમાં અનંતો પુરુષાર્થ કરવાનો આવ્યો. તે કરવાનું લોકોને નથી ફાવતું અને બહારથી જે પોતાને આધીન નથી તેવું બીજાં કરવા માગે છે, તે બંધન ઈચ્છે છે. જેને મોક્ષાભિલાષા હોય તેણે આ માનવું પડશે. અનંત જ્ઞાનીઓ જે કહી ગયા છે તે જ અહીં કહેવાય છે. બધાં ન્યાયનાં પડખાંથી સમજીને વિરોધ ટાળીને તેની પ્રતીતિ કરો. દુનિયા બીજું ગમે તે કહે પણ આ ફરે તેમ નથી. સાચી શ્રદ્ધા વિના રાગમાં ધર્મ મનાયો છે, પુણ્યમાં ધર્મ મનાયો છે, એટલે ગમે તે કલ્પના વડે પરમાં પોતાની હયાતી રાખીને જીવ પરભાવમાં ટક્યો છે. માટે સ્વભાવમાં ટકવું હોય, સ્વાધીન થવું હોય, સાચું હિત કરવું હોય તો પ્રથમ સાચું તત્ત્વ શું છે તે સમજો. ગચ્છમતની કલ્પના તે વ્યવહાર નથી, પણ આત્મામાં અંદર ગુણો અંશે અંશે પ્રગટે તે આત્માનો Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #438 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૨ ] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા વ્યવહાર છે. તે પુરુષાર્થરૂપ વ્યવહાર તે મોક્ષમાર્ગ છે અને “ભાન નહીં નિજરૂપનું તે નિશ્ચય નહિ સાર.” એટલે શુભ-અશુભ મનના સૂક્ષ્મ પરિણામ તે આત્માનો ગુણ નથી. મન વાણી, દેહની ક્રિયા, વિકલ્પ, રાગ-દ્વેષ, કર્મ, નોકર્મ-એની સાથે આત્મધર્મનો સંબંધ નથી, સ્વાશ્રિત નિશ્ચય ભેદવિજ્ઞાન સાથે મોક્ષમાર્ગરૂપ ધર્મનો સંબંધ છે. પુણ્યથી ધર્મ નથી પણ બંધ છે. રાગની ક્રિયા કે દેહાદિ જડની ક્રિયાનો કર્તા આત્મા નથી. એમ છતાં જે કોઈ બીજું માને તે ઊંધી શ્રદ્ધા છે, મિથ્યાદર્શનશલ્ય છે. આત્માને બંધનવાળો માનવો તે પરમાર્થ નથી પણ મિથ્યાત્વ છે. આત્મા અને સિદ્ધ પરમાત્મામાં જાતિપણે-સ્વભાવે સમાનતા છે. જેટલા ગુણ પરમાત્મામાં છે તેટલા જ દરેક આત્મામાં છે, જો બંધસ્વભાવ હોય, રાગદ્વેષ ચેતનના ઘરના હોય તો તે ટળે નહિ, પણ પુરુષાર્થ વડે તે ટાળી શકાય છે, માટે આત્મા સ્વભાવે અબંધ છે. સમસ્ત પરદ્રવ્યોના સંગથી જાદો, પરના કારણ-કાર્યથી જુદો છે, પૂર્ણ શુદ્ધ અસંગ છે, જડ સ્વભાવનો અંશ પણ કોઈ કાળે ચેતનમાં નથી. આવી બે ને બે ચાર જેવી વાત-તેની કોણ ના પાડી શકે? આત્મા પરનો કર્તા-ભોક્તા નથી પણ જ્ઞાનનો કર્તા-ભોક્તા છે; જડનો ધણી ચેતન થઈ શકતો નથી. આ વાત ઘણા ન્યાયથી ઘણીવાર સ્પષ્ટ થઈ છે. અહીં કોઈ પૂછે કે વર્તમાનમાં તો બંધાયેલો-અશુદ્ધ છે ને? તો તેનો ઉત્તર છે કે-ના. દ્રવ્યસ્વભાવ કદી બંધવાળો કે વિકારી હોઈ શકે નહિ. જે કોઈ આત્માને બંધનવાળો કે ઉપાધિવાળો માને છે તેને સાચી શ્રદ્ધા નથી. બંધ તો વર્તમાન માત્ર એક સમયની અવસ્થારૂપ યોગ્યતા છે, તે કાંઈ સ્વભાવ નથી, સ્વભાવમાં કાંઈ પેસી ગયું નથી. આત્મા અને આસ્રવો વચ્ચે ભેદજ્ઞાન શું? તે વિચારે તો સમજાય. જેવો દેહ સ્પષ્ટ દેખાય છે તેવો આત્મા જેને સ્પષ્ટ દેખાતો નથી, અનુભવમાં જુદો-અસંગ ભાસતો નથી, હું પરથી જુદો, અસંગ, શુદ્ધ આત્મા, રજકણ માત્રથી જુદો છું તેનું જેને લક્ષ પણ નથી અને દેહાધ્યાસ વર્તે છે તેને સ્વપ્નામાં પણ ધર્મની ગંધ નથી. હું રજકણ, દેહાદિ, રાગ-દ્વેષ વગેરે પરદ્રવ્યથી છૂટો અબંધ છું એવું તેને સમજાયું નથી, તો પછી સાચું સુખ ક્યાંથી થાય? જેને પરમહિત કરવું હોય તેને ખૂબ સત્સમાગમ અને વૈરાગ્ય વધારવો. પણ જ્ઞાન-વૈરાગ્યનાં જેને કાંઈ ઠેકાણાં નથી, વિષય-કષાયમાં આસક્તિ છે, દેહાધ્યાસ વર્તે છે, અને સત્સમાગમ આદિ સાધન પામ્યા વિના કથનમાત્ર નિશ્ચય પોકાર્યા કરે કે “આત્મા શુદ્ધ છે” તે નિશ્ચયાભાસી છે. જરીક અગવડતાનો પ્રસંગ આવે ત્યાં અશાંતિ-કલેશ દેખાય, શરીરની સગવડતાની ઘણી મમતા હોય, એવા દેહાધ્યાસમાં વર્તતા જીવોને સંસાર-દેહાદિમાં સુખબુદ્ધિ હોવાથી સિદ્ધાંતબોધ અને અધ્યાત્મશાસ્ત્ર સારભૂત થતાં નથી. તેવા જીવ આત્મા સર્વથી જુદો છે, જડ મન-ઇન્દ્રિયથી જુદો છે, એમ વાતો કરે, પણ જ્યાં શરીરને કંઈ અગવડતા જણાય ત્યાં આલસવિલસ થાય છે, મૂંઝાઈ જાય છે. પણ ભાઈ રે! તું કહેતો હતો ને કે હું પરથી-દેહથી જુદો છું? શાસ્ત્રજ્ઞાનની ઓથ લઈને જેણે દેહાદિની મમતા ઘટાડી નથી, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #439 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૧૩ શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૩] આત્મામાં અંતરંગ દેહભાવ, મમતા વર્તે છે અને કહે કે અમને સમ્યગ્દર્શન છે, તે માત્ર જ્ઞાનીનો દ્રોહ કરે છે, પોતાના આત્માનો ઘાત કરે છે, તેને નિશ્ચયનું ભાન નથી. માટે પ્રથમ તો સર્વજ્ઞવીતરાગ કથિત તત્ત્વજ્ઞાનમાં ઓતપ્રોત થઈ તત્ત્વ નિર્ણય કરવો, તે સહિત રાગ-દ્વેષ અને દેહાદિ વિષયોમાં આસક્તિનો ઘટાડો કરવો. બહારના સંયોગમાં ઘટાડાની વાત નથી; રાગ-દ્વેષનો ઘટાડો એટલે મમતાનો ત્યાગ અને અંતરવૈરાગ્ય જોઈએ; સાચી જિજ્ઞાસા (મુમુક્ષુતા) ઉત્પન્ન થવી જોઈએ. કોઈ શાસ્ત્રના શબ્દો ગોખી રાખે કે-આત્મા આવો છે, વગરે મનમાં ધારી રાખે અને માને કે હું જ્ઞાની છું પણ તેથી કાંઈ પરમાર્થે જ્ઞાનીપણું આવતું નથી. ગ્રામોફોનની રેકર્ડ પણ આત્માની વાતો બોલી જાય તેમ આ પણ બોલી જાય, તેથી ચેતનને ગુણ શું? ચેતન પદાર્થ આત્મા પરથી ત્રણકાળ નિરાળો છે, જડના રજકણો સદાય જડમાં છે. આત્મા જડથી અને જગતથી સદાય નિરાળો છે, એ અભિપ્રાય સાચા પુરુષાર્થ સહિત લાવ. એવી ઓળખાણ નહિ અને નિશ્ચય માત્ર પોકારે તે નિશ્ચય સારભૂત નથી. જેણે અનંત કાળના ભવનો ભય જાણ્યો છે તેને તો અંતરમાં ગાઢ રુચિથી એકલો ચેતન ઘોળાયા કરે, માટે વાતો નહિ પુરુષાર્થ લાવ. અંદરથી ચૈતન્યનો માલ કાઢ, અને હું અબંધ છું, શુદ્ધ છું એવી યથાર્થ સાક્ષી લાવ. આ ચાર ગાથામાં ઘણું મનન કરવા જેવું છે. પરમાર્થતત્વ પોતાથી સમજાય તેમ છે. નિશ્ચય અને વ્યવહાર બેઉ જેમ છે તેમ યથાસ્થાને સમજે તો જ દૃષ્ટિ સાચી છે, આમાં કંઈ કોઈના ગચ્છમત-પક્ષના વિરોધની વાત આવી નથી પણ સન્માર્ગના હકારની વાત આવી છે. બાહ્યની ક્રિયા તેને યોગ્ય ભૂમિકા પ્રમાણ થયા કરે છે, તેને આત્મા કરે નહિ. સંપ્રદાયમાં તથા સમજવાળો મોટો વર્ગ માને છે તેનાથી આ બીજાં કહીએ છીએ. જેને સમજવું હોય તે સાચું સમજે. આ નગ્ન સત્ય કોણ સાંભળે? કોને કહેવું? પરમાર્થ માર્ગની ત્રણેકાળે દુર્લભતા છે. જેને પરમાર્થ પામવાની ઝંખના છે તે જ અપૂર્વ ન્યાયના ભણકારા સાંભળે. હજી વર્તમાનમાં પણ ધર્મકાળ છે, જિનશાસન ત્રિકાળી જયવંત છે. વીતરાગ શાસન જે છે તે અલૌકિક છે. વેશવાડાની કલ્પના એ પરમાર્થને સાધક નથી. અંદરથી (આત્મામાંથી) ન્યાયનો સહજ ભણકાર આવે છે કે જે આત્મતત્ત્વ અનંત જ્ઞાનીઓએ કહ્યું છે તે આમ જ છે. હું આત્મા પૂર્ણ જ્ઞાન-આનંદનો ઘન છું, એવો ભાવભાસન સહિત નિઃસંદેહ નિર્ણય સ્વયં આવે તે જ શ્રદ્ધાની દેઢતા છે, તેમાં કોઈને પૂછવા જવું નહિ પડે. આત્માનો માર્ગ, સાધક (સાધન), સાધ્ય બધુંય આત્મામાં છે. શુભરાગ, પુણ્ય-પાપ તથા દેહાદિની ક્રિયામાં તથા કોઈ વેશ-વાડામાં જ્ઞાનગુણનો અંશ નથી. આ ત્રણેકાળે સિદ્ધ થયેલી વાત છે. વર્તમાનમાં સ્વચ્છેદ અને પ્રતિબંધનું જોર ઘણું હોવાથી આ નગ્નસત્ય કેમ બેસે? જે અનંતકાળની અજાણી વાત છે તેની યથાર્થતા ત્યારે સમજાય, કે જ્યારે સનું બહુમાન આવે, સત્નો વિનય આવે, બધું પોતામાંથી જાગૃત થઈ આવે તો યથાર્થતા સમજાય. વાણીમાં બધું કહી શકાય નહિ, પણ જે કહીએ છીએ તે પ્રમાણ છે, એમ સમજો. હજી કાળ સારો છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #440 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તેથી અલૌકિક સ્વભાવ અને પ્રકૃતિનો યોગ એવા મળી ગયા છે કે ઘણા ઘણા ન્યાય આવે છે. બાહ્યદૃષ્ટિથી જોનારને સમજવું કઠણ પડે તેમ છે. સાચા જિજ્ઞાસુનાં હૃદયોમાં સનું બહુમાન છે. કાળ એવો સારો આવ્યો કે સમયસાર અને સાથે રહેલું યોગબળ, પૂર્વના બળવાન સંસ્કારો અને સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા સહિત સત્પદની પ્રરૂપણા જેમ છે તેમ કહેવાય છે, તે નિઃશંકપણે સમજો. અહીંથી હવે બીજાં ફરે તેમ નથી. ત્રણે કાળના જ્ઞાનીને જે કહેવું છે તે જ પરમાર્થની પ્રરૂપણા છે. સામાન્ય બુદ્ધિથી ન સમજાય તો મધ્યસ્થપણે વિચાર કરજો. ના ન પાડશો, સાક્ષી જોઈએ તો તે આત્મામાં છે. અનંતશક્તિ દરેક સમયે સંપૂર્ણ ભરી પડી છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે કે, ચૈતન્ય ભગવાન આત્મા જ તારી રક્ષા કરશે, માટે તેને દેખ, એ વિના બીજું કોઈ સહાયક નથી. પોતાની તૈયારી જેવી હોય તેવું નિમિત્ત હોય. પણ આ બધી વાતો સંપ્રદાયના આગ્રહવાળાને નહિ બેસે. જેને નિમિત્તથી (નિમિત્તાધીન દૃષ્ટિથી) વાત બેઠી હોય તેને એમ લાગે કે આ તે શું વાત કરે છે? આવું માનશું તો લોકો ગાંડા કહેશે. પણ હા, વાત સાચી, સંસારના ગાંડા ખરા! કારણ કે અત્રે સંસારના ભવભ્રમણના નાશની વાત છે. મોક્ષમાર્ગમાં તો ઉપાધિનો અભાવ થાય, વીતરાગદશા પ્રગટ થાય, વીતરાગ સર્વજ્ઞ ભગવાન તીર્થંકર પ્રભુના પંથમાં ત્રિકાળ એક જ ન્યાય હોય. વર્તમાનમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાં મુનિધર્મ નિગ્રંથ-નગ્ન દશામાં જ પ્રવર્તે છે. લાખો સંત-મુનિઓનાં ટોળાં મહાવૈરાગ્વત વીતરાગદશા સાધે છે. ધન્ય તે ઉત્કૃષ્ટ ધર્મકાળ! એ મહાવિદેહ ક્ષેત્ર, સાક્ષાત્ શ્રી તીર્થકર ભગવાન, એ મહિમાની શી વાત! ત્યાં સદાય નિગ્રંથમાર્ગ છે. ત્રણેકાળ એક જ પ્રકારનો મોક્ષમાર્ગ છે, મુનિદશામાં તદ્દન નગ્નવેશ હોય છે. નિગ્રંથધર્મ જયવંત વર્તે છે. એ વાત અનેકવાર કહી છે. જ્યાં સાચો પંથ હોય ત્યાં એક જ મત હોય. એટલે શ્રીમદે કહ્યું છે કે ગચ્છમતની કલ્પના છોડીને આત્મામાં આવો, એટલે તદ્ન નિષ્પરિગ્રહ વીતરાગનો ધર્મ અને વેશ શું હોઈ શકે તે પોતાની મેળે સમજાશે. તે વેશ-લિંગાદિ વ્યવહાર છે પણ તેનાથી મોક્ષ નથી. આત્મામાં મોક્ષાવસ્થા છે તે જ પ્રગટે છે, તેથી પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. [તા. ૨૮-૧૧-૩૯] આ ગાથામાં નિશ્ચય-વ્યવહારની સંધિ છે. ગચ્છમતની કલ્પના તે કંઈ સવ્યવહાર નથી. દેહાધ્યાસ વર્તે, વિષય-કષાયનો ઘટાડો નહિ, અંતરવૈરાગ્ય નહિ અને નિશ્ચયકથન સાંભળીને સ્વચ્છંદમાં પ્રવર્તે તે નિશ્ચય નથી, સારભૂત નથી. પણ અનંત જ્ઞાની સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ કહેલો આત્મધર્મ તે જ ત્રિકાળ જયવંત છે. ૧૩૩. અનંત જ્ઞાનીઓએ પ્રરૂપેલો ધર્મ જયવંત છે એમ અહીં કહે છે : આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #441 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૪] [૪૧૫ પરથી ભિન્ન શુદ્ધ આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનમય ચારિત્રની સ્થિરતા તે જ રત્નત્રયમય મોક્ષમાર્ગ છે. ત્રણે કાળમાં બધા જ્ઞાનીઓ એક જ પ્રકારે મોક્ષમાર્ગ કહે છે, અંતરંગ પરમાર્થસ્વરૂપ અને તેના સાધનમાં કોઈ બીજો પ્રકાર હોય નહિ. શિષ્યની યોગ્યતા જે પ્રકારની હોય તે જોઈને જ્ઞાની વાત કરે. વૈરાગ્યની જરૂર દેખાય ત્યાં ત્યાગ-વૈરાગ્યનો ઉપદેશ મુખ્ય કહે; નિમિત્ત ઉપર વજન આપીને કેવળ વ્યવહારમાં અટકતો હોય તેને નિશ્ચય-પરમાર્થ સમજાવે; એ બધું કહેવાનો આશય-પરમાર્થ એક જ હોય. પણ માર્ગભેદ ન હોય, કોઈ જીવને અમુક પક્ષનો આગ્રહ હોય તો પ્રથમ તેને પરમાર્થતત્ત્વ સમજવાનું કહે, પણ તેનો તિરસ્કાર ન કરે. વળી કોઈ એકાન્ત નિશ્ચયાભાસમાં સ્વચ્છંદમાં પડ્યો હોય તેને પુરુષાર્થ કરવાનો વ્યવહાર બતાવે, કોઈ એકાન્ત વ્યવહારકાંડ-પુણ્યકરણી કરીને ધર્મ માનતો હોય તેને કહે કે દૃષ્ટિ સહિત સ્વસમ્મુખ થવામાં જ્ઞાનનો જ પુરુષાર્થ કાર્યકારી છે; બાહ્ય જોગ કે ક્રિયાકાંડનો મમત્વભાવ છોડાવીને સ્વરૂપને સમજવાનો ઉપદેશ આપે. આત્મસાધનમાં, પરમાર્થહેતુમાં, સાધન-સાધ્યમાં ફેર હોય નહિ. પરમાર્થભૂત વ્યવહારમાં ક્યાંય મતભેદ ન હોય. પરમાર્થે માર્ગ = (આત્મધર્મ) એક જ છે. જે પરમાર્થ માર્ગ પામે તેને એક જ જાતનો વ્યવહાર હોય. તેની ભૂમિકાની યોગ્યતા પ્રમાણે વ્યવહાર હોય એવો કુદરતી ક્રમ છે. કોઈવાર સદ્ગમાં વિનય-ભક્તિ ઉપર બહુ વજન હોય, અને કહે કે સંતચરણના આશ્રય વિના આત્માને ગુણ ન થાય, માટે ગુરુની સેવા કરવી. વળી એમ પણ કહેવાય કે કોઈના આશીર્વાદથી કલ્યાણ ન થાય, તારું કલ્યાણ તારી પાસે છે, બીજા પાસે ગીરો મૂકયું નથી કે તે આપી દે. દેવ, ગુરુ તો પર છે, શાસ્ત્ર-પાનાં જડ છે માટે પરાશ્રયપણું છોડ. આત્માનું સાધન-પુરુષાર્થ આત્મામાં જ છે, આત્માથી ભિન્ન નથી; પરનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં નથી તે નિશ્ચય. વસ્તુસ્વરૂપના સ્વભાવનું વર્ણન જેમ છે તેમ જ કહેવાય. પણ એ વાતનો સ્વાનુભવ ન લાવે અને પુરુષાર્થ ન કરે, તેને શ્રીગુરુ હિતબુદ્ધિથી વ્યવહારનો ઉપદેશ કહે, અને સમજાવે કે અકષાયદેષ્ટિએ તીવ્રકષાય ટાળીને પુરુષાર્થ કર. રાગ ટળતાં અશુભ નિમિત્તિનો ત્યાગ થયા વિના રહે નહિ, માટે વૈરાગ્ય, ઉપશમ, વિવેક, સત્સમાગમની જરૂરિયાત છે, તેમ જણાવે. માટે “સદ્ગઆજ્ઞા જિનદશા નિમિત્ત કારણમાંય.” એમ કહ્યું છે. સદ્ગ-સમાગમ બહુ ઉપકારી છે; એમ નિમિત્તનો વિવેક બતાવે છે. માટે જે જેમ છે તેમ તે વિવેકથી સમજવું જાઈએ. જિનદશા= શુભ કે અશુભ રાગ-ઇચ્છારહિત વીતરાગસ્વભાવનું આચરણ, તે જ અંતરંગ પરમાર્થમાં મૂળ કારણ છે; અને તે અંતરઅનુષ્ઠાન વડે જ પૂર્ણ પવિત્ર મોક્ષદશા પ્રગટ થાય છે. ૧૩૪ હવે મુમુક્ષુનું ઉપાદાન અને તેને નિમિત્ત કેવાં હોય તે કહે છે : Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #442 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૬] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય; સદ્ગઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ૧૩૫ “જે સમજે” તેમાં દર્શનમોહનો નાશ આવે છે. “તે થાય” તેમાં ચારિત્રમોહનો ક્ષય તથા સર્વ કર્મનો નાશ કહ્યો છે. જેમ સોનું એક જ જાતનું છે, પણ લાલ, પીળા, લીલા આદિ રંગવાળાં કપડાં તથા મનુષ્ય, પશુ, પક્ષી, દેવ વગેરેનાં ચિત્રોવાળાં કપડાં તેના ઉપર લપેટી લીધાં હોય તેને આ મનુષ્યના આકારવાળું સોનું, દેવના આકારવાળું સોનું, પશુ-પક્ષીના આકારવાળું સોનું, એમ ઉપચારથી કહેવાય. પણ અંદર સોનું સળંગ જુઓ તો એક જ જાતનું છે, તેમાં ફેર નથી. તેમ આ સંસારમાં મનુષ્ય, દેવ, નારકી, તિર્યંચ આદિ ગતિ નામકર્મના સંયોગે શરીરના આકાર ઉપરથી ઉપચારે કહેવાય કે આ મનુષ્યનો જીવ, આ દેવનો જીવ, આ નારકીનો જીવ, આ તિર્યંચનો જીવ, પણ ખરી રીતે (નિશ્ચય) જાતિ અપેક્ષાએ તમામ સમાન છે. દેહ દીઠ દરેક આત્મા સ્વતંત્ર છે, આત્માનો દેહુ અરૂપી જ્ઞાનઘન છે. શક્તિરૂપે બધા જીવો સિદ્ધ પરમાત્મા સમાન છે. જો આ દેહમાં રહેલો આત્મા શક્તિપણે પૂર્ણ શુદ્ધ ન હોય તો ભેદવિજ્ઞાનના બળ વડે તે મુક્ત (સિદ્ધ) થઈ શકે નહિ. જે ન હોય તે નવું ન થાય તે સિદ્ધાંત છે. માટે શક્તિપણે પૂર્ણ પરમાત્મા જેવું દરેક જીવનું સામર્થ્ય છે. “જે સમજે તે થાય ” શુદ્ધતાને જાણે, માને, અનુભવે અને તે જાતનો પુરુષાર્થ કરે તો સ્વયં શુદ્ધતા પ્રગટ થાય. અભવી જીવો પણ શક્તિપણે સિદ્ધ પરમાત્મા સમાન છે, છતાં તેને વર્તમાનદશામાં સદાય હીનતા એ પ્રકારની છે કે, તેને આત્મધર્મ ન પ્રગટે, મોક્ષ ન થાય. દરેક આત્માનો વાસ્તવિક સ્વભાવ પૂર્ણ શુદ્ધ, અસંખ્યાતપ્રદેશી, કેવળજ્ઞાનસ્વરૂપ, આનંદઘન છે, ચૈતન્યઘન છે, અવિનાશી, આનંદમૂર્તિ છે. છે તે સદાય છે; તે સ્વાધીન પુરુષાર્થથી પ્રગટ થાય છે. “ આતમ પરમાતમ વિષે, શક્તિ વ્યક્તિ ગુણભેદ, નહિતર ઉભય સમાન છે, કર નિશ્ચય તજ ખેદ.” સ્વભાવમાં કંઈ ફેર દેખાતો હોય તો રાગ, દ્વેષ, મોહ અને પુણ્ય-પાપરૂપ સંસારદશાના કારણે છે; આત્મા દ્રવ્યસ્વભાવે, શક્તિએ, લક્ષણે સમાન છે, સંખ્યાએ જુદા સ્વતંત્ર છે. અભવી જીવનું દાંત - સુવર્ણપાષાણમાં બે જાત આવે છે. કનકપાષાણ અને અંધપાષાણ; તેમાં અંધપાષાણમાં સુવર્ણરજ એવી દઢ લેપાયેલી છે કે, તેમાં ગમે તેવો અગ્નિ આદિનો પ્રયોગ કરવામાં આવે છતાં શુદ્ધ સુવર્ણ જુદું ન પડે; તેની રાખ થઈ જાય. અંધપાષાણમાંથી સોનું જાદું પાડવા માગે તોપણ જુદું પડે નહિ. છતાં તેમાં સુવર્ણપણું છે; તેમ અભવી આત્મામાં મોક્ષસ્વભાવ-સિદ્ધત્વ છે પણ એ અંધપાષાણવત્ અપ્રગટ છે; તેનો આત્મધર્મ કદી પ્રગટે નહિ. આત્મામાં અને પરમાત્મામાં જાતિ સ્વભાવે ફેર નથી. એકની અવસ્થા સિદ્ધ સમાન ખીલે છે, ત્યારે એકની શુદ્ધ અવસ્થા ન ખીલે Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #443 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૫] [૪૧૭ માટે એક જાત ભવ્ય અને એક જાત અભવ્ય, એ વાત ઘણા ન્યાયથી, યુક્તિ-આગમપ્રમાણથી ત્રિકાળ સિદ્ધ થયેલી છે. અભવી જીવ રાગ-દ્વેષ અને શુભાશુભ પરિણામમાં એકત્વબુદ્ધિની ગાંઠ છોડવાનો પુરુષાર્થ કરતો નથી. જેમ કોરડું મગ ચડે નહિ, વંધ્યાને પુત્ર ન થાય; એ જાતના જડના પરમાણુનું પરિણમન છે. દષ્ટાંત એકદેશી હોય, તેનાથી સિદ્ધાંત સમજી લેવો. વળી કુદરતી ક્રમ એવો જ છે કે દરેક વસ્તુ પ્રતિપક્ષ સહિત ત્રિકાળ હોય જ છે. સંસાર અને મોક્ષ, ભવ્ય અને અભિવ્ય, જડ અને ચેતન, સુખ અને દુઃખ, મૂર્તિક-અમૂર્તિક વગેરે પ્રત્યક્ષ જણાય છે. લાયક પ્રાણીને પુરુષાર્થ ઉપાડવા માટે, બોધ લેવા માટે આ ભવી જીવોની જાત એક નિમિત્ત છે. તેની વાત સાંભળતાં તેને પોતાનામાં હીનતા ન દેખાય, બેહદ જ્ઞાયક સ્વભાવસન્મુખ થઈ પુરુષાર્થ ઉપાડે. હું પૂર્ણ શુદ્ધ જ્ઞાયક છું, એ ભાન દ્વારા રાગ-દ્વેષ, પુણ્ય-પાપમાં અટકે નહિ, મૂંઝાય નહિ. જગતમાં અતિ અલ્પ સંખ્યામાં અભવ્ય જીવો છે. જે લાયક (ભવ્ય ) છે તે આવું સાંભળે છતાં પોતાને શંકા ન આવે, પણ પોતામાંથી પુરુષાર્થ ઉપાડીને હું સિદ્ધ મુક્ત થઈ જાઉં એવો ઉત્સાહ આવે. પોતાનું બેહદ સામર્થ્ય સમજે એટલે અખંડ જ્ઞાનમાં નિઃશંક જ રહે, ક્યાંય અટકે નહિ, અને પૂર્ણતાના લક્ષે પુરુષાર્થ ઉપાડે, એક નિઃસંદેહ ચેતન્યના જ્ઞાનની બલિહારી છે. સાચું સમજનારને માટે કેટલો અવકાશ છે તેનો આ ન્યાય છે. સિદ્ધના જ્ઞાનમાં જણાયું છે કે અભવ્ય જાતના જીવો અલ્પ છે, તે સાચી વાત છે; તેમ જાણીને પોતે રાગ દ્વેષમાં ન અટકતો, શીધ્ર જ યથાર્થ સ્વરૂપનાં શ્રદ્ધા જ્ઞાનમાં ટકતો, પુરુષાર્થ કરે છે. સર્વજ્ઞ પ્રભુ એમ કહે છે કે આ ભવ્ય જીવ છે; ત્યાં સામો લાયક જીવ “લહી ભવ્યતા મોટું માન;” દ્રવ્યનિક્ષેપે (સતસન્મુખ થઈ ) સ્વીકાર કરે અને કહે કે હા, હું પરમાત્મા જેવડો જ છું, ધારણા વિના સહજ અંદરમાંથી હકાર લાવે કે હું સિદ્ધ છું, વચ્ચેનો કાળ કાઢી નાખો તો કર્મોપાધિ છે જ નહિ. આત્માના અચિંત્ય પુરુષાર્થનો આ મહિમા છે. આત્મા અકારણીય તત્ત્વ છે, સ્વયં સ્વાધીન છે, છતાં તે નિમિત્તનો ઉપકાર સમજે છે. જે પોતાની પાત્રતા સમજે-મેળવે તે જ સિદ્ધ પરમાત્મા થાય. તેથી કહ્યું કે “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય.” “સિદ્ધ સમ” શક્તિ, વ્યક્તિના ન્યાય અનેક પ્રકારના છે. એક તો પોતામાં પાત્રતા (તૈયારી) વડે સન્દુરુષનો યોગ મેળવે અને સર્વજ્ઞ પરમાત્માની શ્રદ્ધા કરી અપૂર્વ વીર્ષોલ્લાસવડે પ્રત્યક્ષ આત્મલાભ પામે. બીજી વાત-વળી કોઈ સર્વજ્ઞના મુખમાંથી “તું ભવ્ય છો.' એમ સાંભળી પોતે ભાવથી ઊજળીને અંદરથી હકાર લાવે કે-હા, આમ જ છે. “છની હા આવી તે પુરુષાર્થ ઉપાડતો સ્વભાવસમુખ ચાલ્યો આવે છે. તે ધર્માત્મા છદ્મસ્થ જીવ હોવા છતાં ભાવી નૈગમ નયે સિદ્ધ છે. કેવળજ્ઞાનીએ કહ્યું કે આ જીવ બે ભવે મોક્ષે જવાનો છે, તે પણ ભાવી નૈગમ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #444 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૮] [ ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા નયથી સિદ્ધ જ છે. તે સાંભળનાર ભાવથી ઊછળીને વર્તમાનમાં જ હું પૂર્ણ છું એ લક્ષે પોતામાં સ્થિર થઈ શુદ્ધ પર્યાય ઉઘાડીને યથાર્થ નિર્ણય લાવે કે, હું ત્રિકાળ આવો જ છું. “જે સમયે તે થાય” આ સર્વવ્યાપક સૂત્ર છે. જે લાયક હોય તે સમજે, સમજે એટલે શુદ્ધ પર્યાયને ઉઘાડે (પૂર્ણતાને લક્ષે સાધક-સ્વભાવ પ્રગટ કરે). દ્રવ્યસ્વભાવ નિત્ય શુદ્ધ છે, તેમાં શુદ્ધ સિદ્ધ અવસ્થા શક્તિરૂપે અનાદિની છે, નવી નથી. સિદ્ધ સમાન તે સહજ શક્તિ છે,-એ રીતે પ્રગટ જાણે અને ઉપાય સમજે તેને પ્રગટ થાય છે. “તે થાય” તેમાં ઉપાદાનનું સામર્થ્ય કહ્યું, તેમાં નિમિત્તકારણ સદ્ગુરુની આજ્ઞા છે, સદ્ગુરુએ કહેલ વીતરાગદશાનો વિચાર કરવો તે જ્ઞાનબળનો પુરુષાર્થ છે. એમ બે કારણો કહ્યાં. એક મૂળ કારણ અને બીજાં સંયોગપણે બહિરંગ કારણ. જેને અખંડ સત્ સાધન નિજશક્તિ નિશ્ચય કારણ હોય તેને સદ્ગ, સદેવ, સશાસ્ત્ર નિમિત્ત-સાધન હોય છે. સાચી દૃષ્ટિ સહિત પુરુષાર્થ હોય ત્યારે તે નિમિત્ત કહેવાય. જેમ દૂધ મૂળકારણ એટલે તે તેની સહજ ઉપાદાન શક્તિ છે; તેના આધારે માવો બનવાની તેમાં સ્વાભાવિક શક્તિ છે. તે જ યોગ્ય સમયે સ્વયં માવારૂપે પરિણમે છે, પાણીનો ભાગ બળી જાય છે. એમ સિદ્ધ થવાનું મૂળકારણ તો જીવદ્રવ્ય સ્વયં છે. તેનું કારણ સ્વતંત્ર શક્તિરૂપે છે. સિદ્ધપદરૂપ પર્યાય છે; તેને વ્યક્ત કરવારૂપી કાર્ય પોતાના આધારે છે. તેની યોગ્યતાનો પુરુષાર્થ જીવે કર્યો એટલે તે જાતનો વ્યવહાર અને સત્સમાગમ આદિ નિમિત્ત હોય જ હોય. આ ગાથામાં ઘણા ન્યાય છે. તેમાં એમ પણ આવ્યું કે – અનંત જીવો છે, એક નથી; બધા જીવોમાં સ્વાધીનપણે બેહદ સામાÁ છે, બધામાં સરખી શક્તિ શક્તિ છે. સમજનાર ભવ્ય કહ્યા, નહિ સમજનાર અભવ્ય કહ્યા, સદ્ગુરુ કહ્યા, મોક્ષમાર્ગ કહ્યો, જિનઆજ્ઞાવીતરાગદશાનો વિચાર ચારિત્ર કહ્યું. એમ ઘણા ન્યાય સમાય છે, છતાં ઘણું કહેવાનું રહી જાય છે. જીવોનાં પુણ્ય જે પ્રકારે હોય તેવો વાણીનો યોગ હોય. હવે વિહાર કરવાનું નજીકમાં હોવાથી ટૂંકામાં કહેવું પડે છે. આ બધા ન્યાયો ઉપર ઘણો ઘણો વિચાર કરજો, મોક્ષનો માર્ગ જે અત્રે ઘણા દિવસથી કહેવાય છે તે જ સર્વજ્ઞ વીતરાગનો નિગ્રંથમાર્ગ છે. એ ત્રણેકાળે એક જ માર્ગ છે, નિશ્ચય-વ્યવહારની સંધિવાળો તે માર્ગ છે. બધી બાજુનાં ન્યાયનાં પડખાં જે મેળવી લે તેને સાચું સમજાય છે, અને તે સમજવાની શક્તિ બાળગોપાળ બધા જીવોમાં છે. સંસાર અનંતકાળ રહેશે, માટે સાચું તત્ત્વ નહિ સમજનારા જીવો પણ છે. દરેક આત્મામાં બેહદ શક્તિ છે, પણ જ્યારે તે જેટલી પ્રગટ કરવા માગે ત્યારે તેટલી પ્રગટ થાય છે. પુરુષાર્થ દ્વારા જેવી પાત્રતા તૈયાર કરે ત્યાં ઉચિત નિમિત્ત પણ હોય છે, તેનો વિવેક અને વિચાર કરનારા પણ હોય છે. અનંત જીવ સંસારથી મુક્ત, સિદ્ધ પરમાત્માસ્વતંત્ર છે અને અનંત જીવ સિદ્ધ થશે. સભ્યશ્રદ્ધા, જ્ઞાન, સત્સમાગમ, સંયમાદિ, મોક્ષમાર્ગ વર્તમાનમાં પણ છે, એમ ઘણા ન્યાય આ ગાથામાં મનન કરવા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #445 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૬ ] [૪૧૯ જેવા છે. પોતાથી બધું સમજવું પડશે, જાતે પ્રયત્ન કરે તો જ ગુણ થાય. નિમિત્તાધીન દૃષ્ટિરહિત દેહાદિ પરભાવોને પક્ષ અને લક્ષ તજી પુરુષાર્થ સહિત સાધક જીવ આત્મધર્મમાં વર્તે છે. શુદ્ધતાનો નિશ્ચય અને આશ્રય તે સાચો માર્ગ છે, છે તે ત્રિકાળ છે. આ ગાથા બહુ ગંભીર છે. આ ગાથામાં આખી આત્મસિદ્ધિનો સાર સમાઈ જાય છે. ૧૩પ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ જાઓ! યથાસ્થાને જેમ જોઈએ તેમ ક્રમબદ્ધ ગાથાની રચના થઈ છે. સદગુરુઆજ્ઞા આદિ આત્મસાધનમાં નિમિત્તકારણ છે સદૈવ, ગુરુ, ધર્મની ભક્તિ, સશાસ્ત્રની ભક્તિ આદિ; પણ તે નિમિત્ત ક્યારે કહેવાય? કે પોતે નિશ્ચયશુદ્ધિ કરે ત્યારે નિમિત્તમાં બહુમાન થવું તે પોતાનું બહુમાન છે. ધર્માત્માને એ પ્રસંગ સહેજે થયા વિના રહે નહિ. પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં લગી બહુમાન થયા વિના રહે નહિ. એ શુભ વિકલ્પ પાછળ અખંડ સસ્વરૂપની આરાધનાનો પુરુષાર્થ વર્તે છે. મુનિ ગણધરો જે ચાર જ્ઞાનના ધણી છે, તે પણ ગુરુભક્તિ કરે છે. વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામી પરમાત્મા તીર્થંકર ભગવાન બિરાજે છે, ત્યાં ગણધરદેવ સંતોના નાયક તીર્થંકર દેવના વજીર છે; તે પણ ભક્તિ-વિનય સહિત સર્વત્ર પ્રભુનો આદર-બહુમાન કરે છે, કારણ કે તેમાં પોતાનો (સનો) પરમાર્થરૂપ મહિમા છે. પોતાને ઊઘડેલું જ્ઞાન અનંતમેં ભાગે છે, વીર્ય પણ અનંતમેં ભાગે છે. કેવળજ્ઞાની ભગવાન કરતાં પોતામાં જ્ઞાન, દર્શન, સુખ, સ્થિરતાનો ઉઘાડ અનંતમે ભાગે છે, તે ગણધરદેવ મહાન યોગબળના સ્વામી છે, મહાપુણ્યવંત છે, એવા ગણધર દ્વાદશાંગશ્રુતધર ચરમશરીરી હોવા છતાં સદ્ગુરુનું મહામાન કરે છે. તે તીર્થકર ભગવાનના વજીર છે, અને સર્વજ્ઞ ભગવાન તીર્થકર પ્રભુ ત્રણલોકના નાથ કહેવાય છે. ધર્મોવર ચારિત ચક્રવટ્ટીણે” ધર્મમાં ઉત્તમ અને ચારગતિનો અંત કરનાર ધર્મનાયક, ધર્મચક્રવર્તી તીર્થંકરભગવાન છે. તેમનાથી નીચલી પદવીના ધારક, સંતોના નાયક ગણધરદેવ, સર્વજ્ઞ ભગવાનનું અને તેમની વાણીનું બહુમાન કરે છે, કે અહો ! ધન્ય પ્રભુ! આપની વાણી અપૂર્વ છે. પોતાને ચાર જ્ઞાન પ્રગટયાં છે છતાં હજી પરોક્ષજ્ઞાન છે. પુરુષાર્થ ઉપાડીને જ્ઞાતા, શેય, જ્ઞાન એકાકાર સ્થિર થઈ નિર્વિકલ્પ આનંદ અનુભવે છે. સ્થિરતા છૂટી જતાં ભક્તિ કરે છે, શ્રવણ કરે છે, તો પછી જે જીવોને અંશમાત્ર ગુણ પ્રગટ નથી તે ઉપાદાનનું નામ લઈને (ભાવ નહિ) કોઈ કથન માત્ર ધારી રાખે અને સત્ સાધન-સાચા નિમિત્તનું બહુમાન-આદર ન કરે તો ભવમાં બૂડે. પણ જો યથાર્થ શ્રદ્ધા-જ્ઞાનનો ભાવ લે તો સદ્ગ-ભક્તિ, વીતરાગદેવ અને સશાસ્ત્રાદિ નિમિત્તનો ઉપકાર માને જ. તે સત્ સાધનનું બહુમાન વિનયપૂર્વક કરે છે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #446 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા જેટલે અંશે શુદ્ધભાવ ઊઘડયો તેટલે અંશે નિમિત્તનું અવલંબન છૂટી જાય છે. ત્યાં નીચેનો સિદ્ધાંત લાગુ પડે છેઃ- “ઉપાદાનનો ભાવ લઈ એ જે તજે નિમિત્ત. પામે તે સિદ્ધત્વને, ન રહે સંસારમાં સ્થિત.” પણ જ્યાં લગી સ્વભાવમાં સ્થિર થયો નથી ત્યાં લગી નિર્માનપણે નિમિત્તનો ઉપકાર સ્વીકારે છે, ભક્તિ-સ્વાધ્યાય વગેરે કરે છે. પણ કોઈ પુરુષાર્થ કર્યા વિના હું સિદ્ધ પરમાત્મા છું, એવું નામ લઈને સાચાં નિમિત્તનો અનાદર કરે, સ્વચ્છેદે માને કે એ બધા પર છે, તેનાથી મને પ્રયોજન નથી, તે સત્ સાધનને દૂર કરે છે, તેથી તે પોતાના સ્વરૂપની આશાતના કરે છે. નિમિત્ત હોય છે પણ નિમિત્તને આશ્રિત ઉપાદાન નથી, એમ હોવા છતાં, જાણવા છતાં સમકિતી ધર્માત્મા તેનો વિવેક સમજે છે, અને સમજીને તેનું બહુમાન કરે છે, કારણ કે તે ઉપકારી છે. ઉપાદાન પોતે સ્વાધીન છે, છતાં ગુણી ગુણવંત નિમિત્તનો સ્વીકાર કરે છે. ઉપાદાનનો અર્થ :- ઉપ=સમીપ, આદાન=પ્રહવું. જે સમીપ કારણથી કાર્યને પ્રહાય તે ઉપાદાન છે. ગુણ પ્રગટયો તેમાં નિમિત્તનું બહુમાન આવ્યા વિના ન રહે. નિમિત્ત કંઈ બીજા દ્રવ્યને ગુણ પ્રગટાવી દે નહિ. જો એમ હોય તો જ્ઞાની પાસે બધા જીવો ધર્મ પામી જાય, પણ તેમ થતું નથી, જ્યારે સન્ની સમજણ અને સમજણનું કાર્ય આવે ત્યારે સદ્ગુરુ નિમિત્તકારણ કહેવાય છે. મુમુક્ષુ પોતાના ઉપાદાનને જાગૃત કરીને ઉપકાર સ્વીકારે ત્યારે નિમિત્ત કહેવાય છે. જેમ માટીમાં ઘડો થવાની મૂળ શક્તિ અને યોગ્યતા છે, જ્યારે માટીપણું પલટીને ઘડાપણે જે યોગ્યતા હતી તે પ્રગટી ત્યારે કુંભાર તેનું નિમિત્ત કહેવાય. નિમિત્તથી જાગે નહિ પણ પોતે તૈયારી કરે તો નિમિત્ત હોય જ. ઉપાદાનશક્તિ સ્વસત્તામાં સ્વાધીન છે. પોતે જ્યારે પ્રગટ કરવા માગે ત્યારે નિમિત્ત મળ્યા વિના રહે નહિ, તે ઉપાદાનની મહત્તા છે. આત્મા જે પ્રકારે-જેવો થવા માગે શુદ્ધ અથવા અશુદ્ધ, ત્યારે મૂળ ઉપાદાનશક્તિને નિમિત્તકારણ મળ્યા વિના રહે નહિ. તેથી જ ચૈતન્યની અનંત શક્તિનું સ્વાધીનપણું જ્ઞાનીએ કહ્યું છે. જેનામાં પાત્રતા આવી છે, તેને સત્સાધન મળ્યા વિના ન રહે, એવો નિમિત્ત નૈમિત્તિક યોગ હોય છે, શુદ્ધ શ્રદ્ધા થતાં રાગનો અંશ પણ ઉપાદેય નથી એમ જે સમજે તેને પુણ્યના શુભ વિકલ્પની ઈચ્છા પણ નથી. છતાં અશુદ્ધ અવસ્થા છે તેથી અકષાયદૃષ્ટિએ ટાળવાનો પુરુષાર્થ કરે છે. પ્રશસ્ત રાગ છે તેથી સત્ અને સત્સમાગમનું બહુમાન રહે છે. સંસારનો રાગ ટાળીને સદેવ, ગુરુ, ધર્મ, શાસ્ત્રાદિની ભક્તિનો શુભભાવ ત્યાં રહે છે. વીતરાગ નથી ત્યાં લગી પૂર્ણતાના લક્ષે વિનય-વિવેક આવ્યા વિના રહે નહિ. તે રીતે સદ્ગઆજ્ઞા, સત્સમાગમ તથા વિતરાગભક્તિ, સ્વાધ્યાય આદિ આત્મસાધના નિમિત્તકારણ છે. આત્માના ગુણ જ્ઞાન-દર્શનાદિ ઉપાદાનકારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેથી નામમાત્ર ઉપાદાન લઈને, જે કોઈ તે નિમિત્તને સગુ આજ્ઞા, જિનદશાને તજશે તે પરમાર્થનેસિદ્ધપણાને નહિ પામે અને ભ્રાંતિમાં ( સંદેહમાં) વર્તશે. સ્વરૂપમાં પ્રમાદ (અનુત્સાહ) રાખવાથી સાચાં નિમિત્ત મળ્યા છતાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #447 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૬] [૪૨૧ કલ્યાણ નહિ થાય. માટે સાચાં નિમિત્તને જાણીને વિવેક સહિત પુરુષાર્થમાં વર્તવાથી જ કલ્યાણ છે, એમ જાણવું. તલ અને તેલ જુઓ. તલમાં તેલ છે. પણ શક્તિરૂપે છે, તેનો પ્રયોગ થયે પ્રગટે છે, તેમ દરેક આત્મામાં શક્તિપણે પૂર્ણ સિદ્ધત્વ છે, પણ તે યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન અને જ્ઞાનના પુરુષાર્થની સ્થિરતા કરવાથી પ્રગટ થાય છે. જેમ તલને એમ ને એમ અગ્નિ ઉપર તાવડામાં નાખો તો બળી જાય, પૂરી તળવામાં કામ ન આવે. તેમ પુરુષાર્થ વિના ગુણ પ્રગટયા વિના હું સિદ્ધ છું” એમ કલ્પના કરવાથી હિત નહિ થાય; પણ અહિત થશે. માટે જેને હિત કરવું હોય તેણે ગુણનો આદર કરવો. દેવ, ગુરુ, ધર્મનો વિનય અને સગુરુનો સમાગમ કરે તો પોતાની પાત્રતા વડે અવશ્ય તે બધાં નિમિત્તો ઉપકારી કહેવાય, અને સની સમજણ વડે ગુણ પ્રગટે. જેને ગુણ પ્રગટયો તેને સત્ દેવ, ગુરુ, ધર્મ, સન્શાસ્ત્ર વગેરેનું બહુમાન આવ્યા વિના રહે નહિ. માટે જે કોઈ સત્સાધન અને તેનાં નિમિત્તોનો (દેવ-શાસ્ત્ર-ગુરુની પૂજા, ભક્તિ, જિનપ્રતિમા, જિનમંદિરનો ) નકાર કરે છે તે સત્સાધનને નહિ પામે, અને અસત્ કલ્પનામાંભ્રાંતિમાં સંતોષ માની રાગની રુચિમાં-બંધમાં અટકશે. સતશ્રદ્ધા તથા સત્સાધનના પ્રેમ વિના તેને શંકા ટળશે નહિ. શુદ્ધતા સદ્ગુરુ પ્રગટાવી દેશે કે મારાથી થશે, મારામાં ગુણ હશે કે નહિ હોય?–એમ સંદેહ રહેતાં સાચો નિર્ણય થઈ શકશે નહિ અને સાચા નિર્ણય વિના નિઃસંદેહ પુરુષાર્થ ક્યાંથી કરશે? પોતાનો પુરુષાર્થ ઉઘાડયા વિના તેને સાચો ઉત્સાહ આવે નહિ. તેથી મોક્ષમાર્ગ પામે નહિ, મટે ન અંતર રોગ.” શાસ્ત્ર-વાંચન-શ્રવણ પણ ઉત્સાહથી કરશે નહિ, એકવાર સાંભળ્યું કે અમારે બસ છે! એમ માનશે. જ્યાં થોડાથી બસ માન્યું ત્યાં પોતાના જ્ઞાનને મર્યાદાવાળું માન્યું; વગેરે ઘણા પ્રકારની ભૂલો તેને પરમાર્થમાં આડે આવશે. શાસ્ત્રવાંચન, ઉપદેશ, ભક્તિ, શ્રવણમાં કંટાળો, અને અનંત કાળથી સંસારનાં કામ કર્યા તેમાં કંટાળો નથી, ભવનો ભય નથી, તેને નિત્ય રોટલા ખાતાં ખાતાં કંટાળો આવતો નથી અને સશ્રવણ-સ્વાધ્યાયમાં કંટાળો છે, તેને સાચાં નિમિત્ત પ્રત્યે ઉત્સાહ નથી કારણ કે સંસારનો પ્રેમ છે. જ્ઞાની ધર્માત્મા અધૂરી દશામાં છે ત્યાં લગી તેને "આવશ્યક ક્રિયા અકષાયપણાના લક્ષ હોય છે. સત્ સાધન-ઇષ્ટ નિમિત્તોનું બહુમાન આવે છે. જ્યાં સત્નો તથા તેને દેખાડનાર સાધનો (ઇષ્ટ નિમિત્તો) નો આદર છે, ત્યાં તેની સમજણ અને વિનય-વિવેક હોય જ હોય. આ નિમિત્તાધીનપણું નથી, પણ એ તો નિમિત્તનું જ્ઞાન કર્યું છે, સાધકસ્વભાવની શક્તિનો વિકાસ કર્યો છે. એ જ લોકોત્તર વિનયની મહત્તા છે પુરુષાર્થ સાથે જે સદગુરુ આજ્ઞા આદિ શુભ વિકલ્પનું આલંબન છે તે આગળ જતાં સહજ છૂટી જાય છે, હઠથી નહિ. શ્રીમદે કહ્યું છે કે :- “સંયમના હેતુથી યોગપ્રવર્તના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો, તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” જેમ જેમ નિરાલંબી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #448 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૨] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સ્વભાવની અંદર સ્થિરતા-વીતરાગદશા વધતી જાય, તેમ તેમ નિમિત્તનું અવલંબન, જિનઆશાના વિકલ્પ પણ છૂટી જાય છે. પ્રથમ જે શુભ વિકલ્પ પુરુષાર્થ સાથે હતો તે વિકલ્પ જ્યાં તૂટયો ત્યાં નિમિત્તનું જ્ઞાન રહી જાય છે, અને અપ્રમત્તસંયમભાવમાં ધ્યાતા, ધ્યાન, ધ્યેય એકાકારરૂપ શુદ્ધતામાં લીન થઈ જાય છે. એવી દશા જ્યાં લગી નથી ત્યાં લગી સદગુરુનો વિનય, જિનઆજ્ઞાનો વિચાર વગેરે શુભ વિકલ્પ રહે છે. પણ જ્યાં એ નિમિત્તનો આદર નથી ત્યાં નિજગુણની આશાતના વર્તે છે. માટે જેને સાચું હિત કરવું છે તેવા મુમુક્ષુ આત્માઓએ પ્રથમ સંસારનો રાગ ટાળી, રાગની દિશા બદલાવવી જોઈએ. અકષાય સ્વરૂપ છે, તેમાં જવાની દષ્ટિસહિત તે ઇષ્ટ નિમિત્તનો વિનય હોય, જ્યાં લગી સંસારનો રાગ હતો ત્યાં લગી આધાતિકર્મનો યોગ પણ એવો હતો કે વિષય-કષાયના સંયોગો જ હતા. પણ જ્યારે દૃષ્ટિ બદલી, આત્મા શુદ્ધ છે, અસંગ છે, તૃષ્ણા-મમતા રહિત છે એવું લક્ષ થયું ત્યારે રાગની દિશા સત્ અને સત્સાધનો ભણી (ઇષ્ટ નિમિત્ત તરફ ) વળે છે, અને બહારના સંયોગો પણ પરમાર્થ દેખાડે તેવા જ મળે છે. બાહ્યનો યોગ અનુકૂળ ન હોય તો અંદરમાં ભાવથી અનુકૂળતા કરી લે. પરની ક્રિયા જીવને આધારે નથી, છતાં જેમ પૂર્વે અજ્ઞાનને લીધે રાગ-દ્વેષ એવા સેવ્યા કે તેને ઊંધા પુરુષાર્થમાં બહારના સંયોગો અનુકૂળ નિમિત્ત થયા એમ દેખાય છે; તેમ સન્ના લક્ષ સેવળા પુરુષાર્થમાં (સમજણમાં) ગુણની શક્તિ વધારવા નિમિત્ત અનુકૂળ દેખાય છે. નિમિત્તનો સ્વીકાર તો પોતાને કરવાનો છે, નિમિત્ત બળજબરીથી ક્યાં કહે છે કે તમે રાગ કરો, અથવા વીતરાગ થાઓ. જીવ પોતે જ પોતાને ભૂલીને નિમિત્તનો આશ્રય લઈને રાગ-દ્વેષી થાય છે, સવળા પુરુષાર્થમાં ( જ્ઞાનમાં ) વર્તે તો રાગ ટાળીને નિર્જરા થાય. ધર્માત્માના હાથમાં શાસ્ત્રના પાના આવે તેમાંથી પોતે કાંઈ મેળવતો નથી, પણ પોતાના જ્ઞાનમાં નિમિત્ત સંબંધીનું જ્ઞાન કરે છે. જ્ઞાનીને બધાં નિમિત્તો ગુણમાં ઉપકારી થાય. રાગની દશા બદલતાં રજકણની દિશા બદલી એમ જોગાનુજોગ બાહ્યના સંયોગો ઉપકારી થાય, એવો સહજ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. પણ હું આમ કરું છું માટે આમ થાય છે, હાથ પગ ચલાવું છું માટે ચાલે છે એમ નથી, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સ્વતંત્રતા બતાવે છે. રાગની દિશા બદલતાં દેવ-ગુરુ-ધર્મની ભક્તિ, શાસ્ત્રવાંચન, શ્રવણ, સ્વાધ્યાય વગેરે હોય છે, તેથી ધર્માત્માને પરમાણુ અને પ્રારબ્ધ બદલાઈ જાય છે. બાહ્યના સંયોગો પણ અનુકૂળ હોય. સ્વાધીન રમત બધી ચૈતન્યમાં જ છે. ભગવાન આત્મા રાગ વડે કે જ્ઞાન વડે કાંઈ જડની ક્રિયા કરે એમ કદી સંભવતું નથી. જ્યાં પુરુષાર્થ પ્રગટયો ત્યાં ઘાતિકર્મ તો પલટી જાય છે. નોકર્મની ક્રિયા પણ ઘણા ભાગે જોગાનુજોગ શુભ જોગમાં હોય છે. કદાપિ બહારની સરખાઈ ન દેખાય તો અંદરમાં (ભાવમાં) સરખાઈ હોય જ, અને સત્સમાગમ, સત્સાધન, પરમાર્થને પામવાનાં જે સાચાં નિમિત્તગુરુ આજ્ઞા પાલન, સશાસ્ત્રનો વિનય, બહુમાન તથા ગુણભક્તિ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #449 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૬] [૪૨૩ હોય જ. જે જીવ પુરુષાર્થહીન હોય છે, સસાધનને નિષેધે છે, તે સથી વિમુખ રહી સ્વચ્છેદે રખડે છે, તેથી કહ્યું છે કે – “પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” પોતાના નિજ ગુણને નહિ પામતો થકો તે ભ્રાંતિમાં વર્તે છે. દેવ, ગુરુ, ધર્મનાં સાધનનો આદર છોડી દઈને તે સ્વચ્છંદમાં પ્રવર્તે છે, તે ભ્રમણાને ઘૂંટશે અને જે કંઈ વિચારશે તે અજ્ઞાનમાં જ ખતવશે. શાસ્ત્રમાં આત્મા અકારક સ્વાધીન કહ્યો છે, તે દ્રવ્યસ્વભાવને ઓળખાવવા માટે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી, તે વાત સાચી જ છે, પણ તેથી જે ઉપકારી નિમિત્તો છે તેનો નિષેધ કરવો એવું ક્યા શાસ્ત્રમાં કહ્યું છે? શાસ્ત્રમાં તેનો નિષેધ નથી. માટે સાચા દેવ, ગુરુ, ધર્મને અવલંબી, આત્માના નિજગુણ વડે પોતાના સાચા ઉપાદાનને સન્મુખ કરવું, અને પુરુષાર્થ રહિત ન થવું, એવો શાસ્ત્રકારનો કહેલો પરમાર્થ છે. અને વ્યવહાર જ્યાં જેમ છે ત્યાં તેમ સમજ્યા વિના મોક્ષમાર્ગ જ નથી. નિશ્ચય-વ્યવહાર, સાધન-સાધ્ય, પુરુષાર્થ અને પરમાર્થ, ઉપાદાનનિમિત્ત, ભેદ-અભેદ, કારણ-કાર્ય જેમ છે તેમ કહી ત્રણકાળના મોક્ષમાર્ગની સંધિ ગાથા ૧૩૪માં મૂકી. ગાથા ૧૩૫માં શક્તિ અને વ્યક્તિ એટલે દ્રવ્ય અને પર્યાયની સંધિ કહી; આ ગાથામાં ઉપાદાન અને નિમિત્તની સંધિ મૂકી છે, સાચાં નિમિત્તનો વિવેક અને વિનય સમજાવ્યો કે સમ્યગ્દષ્ટિ ધર્માત્મા હોય તે સાચા દેવ-ગુરુનો વિનય, ગુરુ આજ્ઞાનું અવલંબન લે છે. શાસ્ત્રમાં કોઈવાર એમ પણ આવે કે પૂર્વે અનંતવાર જ્ઞાની મળ્યા છતાં કલ્યાણ થયું નહિ. એવું સાંભળીને કોઈ એમ એકાંત માને કે અંદરથી ગુરુગમ આવશે માટે સદ્ગુરુ તથા સશાસ્ત્ર આદિની જરૂર નથી, તો તે બરાબર નથી. મહાસમર્થ આચાર્યવર નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તી ગોમ્મસાર કર્મકાંડ ગ્રંથને પૂર્ણ કરતાં કહે છે કે, “હે ગુરુ! તમારા ઉપકારથી ભવનો પાર આવી ગયો. તમારા ચરણકમળની સેવાથી મારા ભવનો અંત દેખાયો છે, તે આપની ચરણસેવાનું ફળ છે.” પોતે આચાર્ય હતા, જ્ઞાનબળથી ભરેલા નગ્ન નિગ્રંથ મુનિ હતા, છતાં સદ્ગુરુનું મહામાન કરે છે. જેમ સારાં ફળ પાક્યાં તે ઝાડનું કારણ છે, તેમ શાસ્ત્રરચનામાં જે કંઈ મહત્તા આવી હોય તે શ્રીગુરુનો પ્રતાપ છે. પંચમકાળમાં પણ તેઓ એકાવતારી થઈ ગયા. વર્તમાનકાળમાં પણ એ જ જૈનશાસન વર્તે છે, માટે જેને આત્મધર્મની રુચિ છે તેણે નિવૃત્તિ લઈને સત્સમાગમ તથા દેવ, ગુરુ, ધર્મ અને શાસનની ભક્તિ કરવી જ. સંસારની હોંશ કરનારા લાંબી વરધનાં લગ્નનાં મંડપ નાખે છે, મંડપને શણગારીને લાંબી લાંબી હોંશ પૂરી કરવા મથે છે; તો પછી આ તો લોકોત્તર વિનય એટલે મોક્ષની હોંશ કરનારા ધર્માત્મા અંતરની રુચિથી દેવ, ગુરુ, ધર્મની ભક્તિ લાંબો કાળ રહે તે જ ઈચ્છે છે. કોઈ કહે કે તમે નિમિત્તના આશ્રય ઉપર બહુ જોર આપો છો, તો તેમ અર્થ થતો નથી. દેવ, ગુરુ, ધર્મ એ ત્રણે વીતરાગસ્વરૂપ નિર્દોષ છે, જિનપદ તે જ નિજપદ છે. એના જેવું રૂડું બીજું શું હોઈ શકે ? સદેવ, સદ્ગુરુ, સદ્ધર્મ નિમિત્ત છે અને નિશ્ચયથી ઉપાદાન પોતે છે; તેનો વિવેક જ્ઞાની સમજે છે, વીતરાગને સ્વીકારે તે વીતરાગ થાય. પ્રભુનો ભક્ત સ્વયં પરમાત્મા થઈ જાય. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #450 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૪] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા “ઉપાદાનનો ભાવ લઈ એ જે તજે નિમિત્ત, પામે તે સિદ્ધત્વને, ન રહે સંસારમાં સ્થિત.” નિમિત્તનો વિકલ્પ તૂટી જાય અને સ્વભાવમાં-નિર્વિકલ્પ દશામાં સ્થિર થઈ જાય ત્યાં શુભ વિકલ્પનો પણ અવકાશ નથી. ૧૩૬ [ તા. ૨૯-૧૧-૩૯] જે જ્ઞાનની માત્ર વાતો કરે છે તે જ્ઞાનીના ( પોતાના) દ્રોહી છે એમ કહે છે : મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટયો ન મોહ: તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭ ઉપાદાનનું માત્ર નામ લઈ જે દેવ, ગુરુ, ધર્મનો વિનય છોડી પુરુષાર્થરહિત થઈ સ્વચ્છેદમાં વર્તે છે, તે બંધપણું પામીને ભ્રાંતિમાં વર્યા કરે છે. તે શાંતિ નહિ પામે, તેમ સત્સાધન પણ નહિ પામે. મુખથી નિશ્ચયનાં વાક્યો કહે કે-આત્મા અવસ્થાએ પણ અસંગ મુક્ત, શુદ્ધ જ છે, અને અંતરથી પોતાને મોહ છૂટયો નથી, પરપદાર્થમાં સુખબુદ્ધિ રહે છે, શુભાશુભ ભાવ, વિષય-કષાય, રાગાદિને પોતાના માને છે તેને અંતરમાં ભ્રમણા ટળી નથી, તે પામર પ્રાણી માત્ર જ્ઞાનીનો દ્રોહ કરે છે. પુરુષાર્થહીન થઈને સાચા માર્ગથી પ્રતિકૂળ રહીને પોતાને જ્ઞાની કહેવરાવવાની કામનાએ સાચા જ્ઞાની પુરુષનો દ્રોહ કરે છે. એટલે કે નિશ્ચયથી પોતાનો જ મહા અપરાધ કરે છે. પોતામાં કેટલું સામર્થ્ય છે તેનું ભાન નહિ હોવાથી જ્ઞાનીનો દ્રોહ કરે છે-જ્ઞાનીનો દ્રોહ એટલે પોતાના જ આત્માનો અનંતો દ્રોહ તે કરે છે. જેને આત્મજ્ઞાનદશા વર્તે છે તેને કોઈનો દ્રોહ આવતો નથી. કેવળ મોક્ષાભિલાષા વર્તે છે. શુદ્ધાત્મા સિવાય બીજું કાંઈ તેને જોઈતું નથી. ઇન્દ્ર, ચક્રી આદિ પુણ્યપદ તેને નથી જોઈતાં, આ જ ક્ષણે મુક્ત થઈ જાઉં એવી ભાવના ભાવે છે; અને ગુરુનો વિનય, સત્પરુષની ભક્તિ તથા જિનઆજ્ઞામાં પુરુષાર્થસહિત વર્તે છે. પણ જેને સાચા નિમિત્તમાં હોંશ નથી તે એમ કહે છે કે અમે અમારા ઉપાદાનથી બધું કરી લઈશું. અંતરમાં સ્થિરતા થયા વિના (નિર્વિકલ્પ વીતરાગ થયા વિના) જે સાચા દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, વિનય, સ્વાધ્યાય વગેરેનો અનાદર કરે છે તે પાપી પ્રાણી છે, સ્વયં અપરાધી છે, જિનશાસનનો વૈરી છે. શ્રીમદે બધી રીતે જેમ છે તેમ વર્તમાન જીવોની મનોદશા જોઈને, સ્વચ્છેદે અને પ્રતિબંધ ટાળવાના અમોઘ ઉપાય, જે શાસ્ત્રમાં ગૂઢ ગંભીરપણે હતા, તેને સહેલી રીતે ગુજરાતી ગાથામાં મૂક્યા છે તેથી ઘણો ઘણો ઉપકાર છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #451 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૮] [૪૨૫ એકેક ગાથામાં ઘણા ભાવ ભર્યા છે. લોકો મધ્યસ્થપણે વિચારે નહિ, કુતર્ક કરે, અને સાચું સમજે નહિ તેમાં જ્ઞાનીને શું? પ્રથમ આવ્યું હતું કે “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ.” આ બે દોષમાં સ્વચ્છંદ અને પ્રતિબંધ સમાઈ જાય છે. તેથી આ બન્ને દોષને લોકો યથાર્થપણે સમજે, અને પુરુષાર્થ કરીને ટાળે, તે માટે શ્રીમદે ગુરુશિષ્યના સંવાદરૂપે આ આત્મસિદ્ધિ શાસ્ત્રની અપૂર્વ રચના કરી છે. તેનો લાભ સહુ કોઈ લઈ શકે છે. અંતર વિચાર કરવાથી અંદરમાં જેમ જેમ પુરુષાર્થ સહિત યથાર્થતા સમજશે, તેમ તેમ પોતાને વિષે સદ્ગણ પ્રત્યક્ષ દેખાશે, તેમાં ભૂલ નભી શકશે નહિ; સાચું કારણ સેવવાથી સાચું કાર્ય અવશ્ય થાય. આ ન્યાયનો પિંડ અને સાચા જ્ઞાનનું સત્ત્વ છે. ચૈતન્ય આરસીમાં જરાયે છૂપું રહે તેમ નથી. જેટલો પુરુષાર્થ મોળો તેટલું ઉપાદાન અજાગૃત રહે છે. કેવળ વાતો કરવાથી કે વિકલ્પથી આત્મજ્ઞાન પ્રગટે નહિ. પુરુષાર્થ ઉપાડયા વિના કલ્પનાથી પોતાના વિષે જ્ઞાનીપણું માની લેવું તે સ્વચ્છેદ છે. સર્વજ્ઞ વીતરાગના ધર્મને સમજ્યા વિના જ્ઞાની સામે પેઢી માંડીને તે સાચી પેઢી તોડવા માગે છે. પોતે જ મોહદશામાં વર્તે છે અને જ્ઞાનીપણું માને છે તે ભાવવૃદ્ધિ કરે છે, કારણ કે જ્ઞાનીને જે રૂપે આત્માનું સ્વરૂપ કહેવું છે તેનાથી પોતે પ્રતિકૂળતા સાધે છે, અને કહે કે હું જાણું છું, શાસ્ત્રમાં જે લખ્યું છે તેની મને ખબર છે. આમ મનની ધારણાથી મફતમાં જ્ઞાની થવા માગે છે. તે જીવો અનંતજ્ઞાનીનો દ્રોહ કરે છે, એટલે કે પોતાને ઠગે છે. આમ ઘણા પ્રકારે લોકોના દોષ જોઈને નિષ્કારણ કરુણાથી આ આત્મસિદ્ધિ મુમુક્ષુ આત્માઓ માટે શ્રીમદે લખી છે. તે વખતે તો ઘણા જીવો સાવ સાધારણ હતા. અનુકમ્પાનું લક્ષણ એવું છે કે :- કોઈ મહા પાપી હોય અથવા કોઈ ગમે તેવો મૂર્ખ હોય છતાં મુમુક્ષુએ તે પ્રત્યે નિવૈરબુદ્ધિ રાખવી જોઈએ. પોતે વિચારે કે હું પણ પૂર્વે તીવ્ર મોહદશામાં હતો, ત્યારે મોટો અપરાધી અને મૂર્ખ હતો એમ વિચારીને બધા પ્રાણી પ્રત્યે સમભાવ રાખે, રાગ-દ્વેષ ન કરે. હું જ્ઞાન છું એવું માન્યું ત્યાં જ્ઞાનની ધીરજ ટકાવવાનું બળ સાથે જ હોય. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટવિષે, એવું સદાય સુજાગ્ય. ૧૩૮ જેને મોક્ષની અભિલાષા છે તે મુમુક્ષુ આત્મા સદાય સુજાગ્ય રહે છે, ભાન થયે જ્ઞાતાદ્રષ્ટામાં સદાય જાગૃત પુરુષાર્થ કરે છે, અને સન્ની પ્રાપ્તિ માટે સત્સમાગમ, મનન, ચિંતવન કરવામાં સદાય જાગૃત રહે છે. જ્ઞાની, ધર્માત્મા કે જિજ્ઞાસુ ગમે તે હો, બધા મુમુક્ષુ કહી શકાય. તે બધામાં આ બધા ગુણો હોવા જોઈએ. જેનામાં આ ગુણો નથી તેનામાં મુમુક્ષુતા નથી. દયા, શાંતિ, અંદરની સમતા-ધીરજ અકષાય કરુણા, ક્ષમા, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #452 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૬] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા સત્ય, ત્યાગ, વૈરાગ્ય, પ્રથમ “ચિત્તમાં” તે ગુણો કહ્યા હતા, અહીં “ઘટમાં” કહ્યા છે. બાહ્યથી ત્યાગ-વૈરાગ્ય દેખાય એ તો અઘાતિકર્મની પ્રકૃતિનો ઉદય છે, અંદરમાં પુરુષાર્થ સહિત ત્યાગવૈરાગ્ય હોય તે ખરાં ત્યાગ-વૈરાગ્ય છે. મુમુક્ષુ આત્માને *પાપી પ્રત્યે દયા વર્તે છે, કારણ કે તે જીવો ભાવીમાં દુર્ગતિમાં નરકનિગોદમાં જશે. તેથી તેનો વચલો કાળ કાઢી નાખો તો, વર્તમાનમાં જ તેને ભયંકર નારકનાં દુઃખ ભોગવતા જોઈને જ્ઞાનીને તેની અનુકમ્મા આવે છે. અરે! તારા આત્માનું શું થશે? તારાં દુઃખ દેખનારને દયા આવશે. મુમુક્ષુને અંતરમાં દયા હોય, પાપી દેખાય તે પ્રત્યે દ્વેષ ન હોય. અંતરમાં અધીરજ થવી ન જોઈએ. “સમતા' એટલે અંતરમાં ક્ષોભ ન થવો જોઈએ. અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ જ્ઞાનીને અંતરમાં નથી. લક્ષ શાંતિસ્વભાવનું છે, તેની સંભાળ રાખે છે. કોઈ અગવડતા દેવા આવે, પોતે નિર્દોષ હોય છતાં કોઈ અપયશ આદિ અશુભ નામકર્મના ઉદયથી આ દેહનું અપમાન કરે તેને દુઃખ ન ગણે, તે સર્વ પ્રત્યે ક્ષમા છે, જ્ઞાનીને દોષદૃષ્ટિ જ નથી. પોતાના દોષ ટાળવા નહિ અને પારકા દોષ જોવા એ મહા દોષ છે. સત્ય એટલે આત્મા, તેને પામવા માટે જેને વ્યવહારસત્ય પણ ન હોય, તથા સનું વલણ પણ ન હોય તે તદ્ન નિર્દોષ પરમ સત્યની પ્રતીત, લક્ષ અને અનુભવ કેમ કરી શકશે? ધર્મના નામે એક જૂઠાણું નભાવવા માટે લાખ જૂઠાણાં ઘણા જીવો ઊભા કરે છે. અને તે રીતે અનંત અધર્મની પરંપરા વધારે છે. પણ જેને અંતરમાં સત્નો આદર છે તેને વ્યવહાર સત્ય, પ્રમાણિકતાનો આદર હોય જ. ત્યાગ એટલે આસક્તિની ઓછાશ, રાગ-દ્વેષ અને કુસંગનો ત્યાગ થતાં પુરુષાર્થ સહિત વૈરાગ્યદશા (સંસારથી ઉદાસીનતા) હોય જ; અપૂર્વપણે સમ્યકત્વરૂપી કાર્ય પ્રગટ કરે તો આ બધાં લક્ષણો કારણ છે. કોઈ કહે કે અમે ઘણું કર્યું, આખો દિવસ અમારે શું કરવું? પણ તે સાચું નથી. મુમુક્ષુના હૃદયમાં સદાય આવા ગુણો જાગૃત હોય. હું અશરીરી જ્ઞાનમાત્ર છું તેની સહજ સંભાળનો પુરુષાર્થ કર્યા જ કરે. ઘણા લોકો દિન-રાત અસ–સમાગમનો રાગ અને તેમાં નિમિત્ત વેપાર-ધંધા આદિમાં રાચી રહે છે અને એકાદ કલાકની નિવૃત્તિ લઈ શાસ્ત્ર વાંચે અને સંભારે કે હું આત્મા છું, પણ તેથી શું? આત્મધર્મની રુચિવાળાને સળંગ જ્ઞાન અને પોતાની શાન્તિની સંભાળ સહજ ભાવે સતત્ રહેવી જોઈએ. ઘરધંધાના અસત્ રાગની દિશા બદલી સત્ શુદ્ધ નિશ્ચયનયથી સંસારી જીવ પણ સિદ્ધ પરમાત્મા જેવા જ છે, પાપી નથી; પણ વર્તમાનમાં પર્યાયનું જ્ઞાન કરાવવા માટે ગોમ્મસાર જીવકાંડ ગા. ૬૨૨માં સમ્યકત્વ તથા સમ્યકવ્રત સહિત જીવને પુષ્યજીવ કહ્યા છે અને તેનાથી વિપરીત અર્થાત્ મિથ્યાષ્ટિને પાપજીવ કહ્યા છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #453 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૩૯-૧૪૦] [૪૨૭ સમાગમનું ખાસ વલણ અને તેમાં જ સતત્ ઉત્સાહ રહેવો જોઈએ-એ મુમુક્ષુનું લક્ષણ છે. ૧૩૮ જ્ઞાનીની દશા કેવી હોય તે હવે કહે છે : મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ આ પદમાં પ્રથમ દર્શનમોહના ક્ષયની વાત બતાવી, એથી એમાં શ્રીમદ્દનું એકાવતારીપણું, અપ્રતિહત જેવો બળવાન પુરુષાર્થ અને સ્વરૂપની જાગૃતિની ઝલક દેખાય છે. મોહભાવનો જ્યાં ક્ષય હોય અથવા મોહદશા બહુ ક્ષીણ થઈ હોય ત્યાં જ્ઞાનીદશા કહેવાય. બાકી તો જેણે પોતામાં જ્ઞાન માની લીધું છે તેને ભ્રાંતિ કહીએ. પ્રથમ મુમુક્ષુદશાનું વર્ણન કર્યું અને અહીં જ્ઞાનીની દશાનું વર્ણન કર્યું. ૧૩૯ જ્ઞાનીની દશાનું વિશેષ વર્ણન કરે છે : સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્નસમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦ ગુજરાતી ભાષામાં આત્મસિદ્ધિની અપૂર્વ રચના કરી છે. બધાના ઘરમાં આનો પ્રચાર થવો જોઈએ. જે કહેવાયું છે તે ઘણા જીવોને ઉપકારનું નિમિત્ત થાય એવું સરલ છે. ભાદરવા સુદી ૭ થી આનું વ્યાખ્યાન શરૂ કર્યું છે, તેને આજે ૭ર દિવસ થયા છે. આમાં નિષ્પક્ષપાતપણે બધું કહેવાયું છે. લોકો મધ્યસ્થ થઈને વિચારપૂર્વક વારંવાર આનું ઘોલન કરે તો તેને આત્મખ્યાતિ (આત્મસિદ્ધિ) થયા વિના ન રહે. ઉત્તમ ભોજનથી ભરેલો થાળ મળે અને ભૂખ્યો રહે તે જીવ દુર્ભાગી છે. ઘણા પ્રકારે કહેવાયું છે. કુળધર્મનો આગ્રહ વગેરે ઘણા વિરોધ ટાળીને અવિરોધ તત્ત્વને સમજવાની આ અપૂર્વ રચના બની છે. આમાં સહેલી ભાષામાં વિસ્તારથી ઘણું કહેવાયું છે. કોઈ ધર્મી પુણ્યવંત આત્માર્થી જીવોના ભાગ્ય માટે આ અપૂર્વ યોગ છે. પણ જો જાતે પુરુષાર્થ ન કરે અને પ્રમાદ કરે, સંસારનો પ્રેમ ન ટાળે, અને તત્ત્વનો અપૂર્વપણે મહિમા-વિચાર, અભ્યાસ, મનન ન કરે તો તે જીવ દુર્ભાગી છે, એટલે કે સાચા સુખનો અર્થી નથી. આ આત્મસિદ્ધિની રચના મધ્યસ્થપણે રહીને મોક્ષમાર્ગને ઉદ્દેશીને તથા શુષ્કજ્ઞાની અને ક્રિયાકાંડી બેઉને સમજાવવા માટે કહી છે. હવે કહે છે કે આત્માર્થી ધર્માત્માને કેવો વૈરાગ્ય હોય? તે સકળ જગતને એઠવત્ અથવા સ્વપ્નસમાન જાણી નિર્મમ રહે છે. અસંગપણે જાણે કે આત્મા અનાદિઅનંત છે, આઠ કર્મની પ્રકૃતિ તેના અનંતા રજકણ (પરમાણુઓ) અનંતવાર દે૫ણે, Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #454 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૮ ] [ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા કાર્યણ શરીરૂપે એક આકાશક્ષેત્રમાં આ આત્મા પાસે આવી ગયા. જીવે દેહ અને સુંદર દેખાતા દેવના ભવ વગેરેને ભલા જાણીને દેખ્યા છે, ભોગવ્યા છે, અને તેમાં સુખ-દુઃખની મિથ્યા કલ્પના કરીને તેને પોતાના માન્યા છે. તેમાં ચૈતન્યગુણ નથી, શુભાશુભભાવ અશુચિમય છે, ચૈતન્યની શાંતિના યોગ આગળ એ બધા પુણ્ય-પાપના સંયોગો, દેહાદિ ૫૨દ્રવ્ય, સર્વ પુદ્ગલ તે એઠવત્ છે, અશુચિમય છે; તેનો સંગ કરવાથી પરાધિનતા છે, ઉપાધિ છે, દુઃખ છે. પુણ્ય હો કે પાપ હો—બેઉ બંધન છે. જ્ઞાની ધર્માત્મા આત્મજ્ઞાન વડે સંસા૨થી એટલે કે પુણ્ય-પાપથી વૈરાગ્ય પામીને સદ્બોધચંદ્રોદયનું પાન કરે છે, અને સમસ્ત શુભ-અશુભ ભાવ ટાળીને તેનાથી મુક્ત થાય છે, નિરાકુળ શાંતિ-અનદ આનંદને ભોગવે છે જ્ઞાની પુણ્યને તૈય સમજે છે, ત્યારે અજ્ઞાની તેને આદરણીય માને છે. માટે તે અશુચિમય વસ્તુ, પુદ્ગલનો વિકાર જાણીને સંસારની મોહદશાને કે ભવ્ય જીવો ! છોડો, અનંતા જ્ઞાનીઓ પણ એ જ કહે છે. તેનો ઉપાય આત્માની સાચી સમજણ છે, કોઈ બીજો ઉપાય નથી. 66 k ‘અપૂર્વ અવસર ” કાવ્યમાં કહ્યું છે કે “ રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.” એમ મુમુક્ષુ આત્માર્થી પુણ્યને પણ ન ઈચ્છે. સડેલો કાળો શ્વાન હોય, તેના શ૨ી૨માં અનેક ઈયળ અને મળમેલ ભર્યા હોય તેના ઉ૫૨ દ્વેષ કે ગ્લાનિ ન કરે; અને ઇન્દ્રાણી જેવાં સુંદર રૂપવાળી સ્ત્રીઓ દેખાય તેમાં રાગ ન કરે. તે બન્નેમાં રાગ-દ્વેષ કે અંતરક્ષોભ ન થાય. એ બેઉ સરખાં છે, એક જ જાતના જડ ૫૨માણુની રચના છે. ક્ષણમાં તે સડેલા કૂતરાના રજકણો ગુલાબના ફૂલની સુગંધરૂપે થઈ જાય છે. માટે હે ચેતન! તારી પરમ સુંદરતાનો મહિમા ભૂલીને (અનાદર કરીને ) અશુચિમય પુદ્ગલ૫૨માણુમાં મોહ કેમ કરે છે? આત્મા પૂર્ણ જ્ઞાનઘન પવિત્ર છે તેને પુણ્યનાં સાધનવાળો માનવો, તેનાથી સુખ માનવો તે ભૂલ છે, ભગવાનનો ભક્ત પ્રીતિથી પુણ્યરૂપ મેલને કેમ ઈચ્છે? જ્ઞાની ધર્માત્મા પરભાવની ઉપાધિને ઈચ્છે નહિ; છતાં પૂર્વપ્રારબ્ધના યોગે બહારથી ક્રિયા દેખાય પણ તેમાં તેને રુચિ નથી. ચક્રવર્તી જેવા ધર્માત્માને હજા૨ો સ્ત્રી, રાજ્ય વગેરેનો યોગ બહારથી દેખાય છતાં તે મહા વૈરાગ્યવંત છે; સંસા૨થી છૂટવાનો ઉપાય કરે છે. જેમ કચરાના ઉકરડા ઉપર વિષ્ટા કે ગુલાબના ઢગલા સ૨ખા છે, તેમ જ્ઞાની અંત૨માં તે સકળ જગતને એઠવત્ માને છે, અને મોક્ષમાર્ગમાં વર્તે છે. સમસ્ત જગત જેણે એઠવત્ જાણ્યું છે તે વમેલું કેમ ખાય ? ૨જકણોના સંયોગો અનંતવાર આત્મપ્રદેશે આવી ગયા છતાં તે તા૨ા થયા નથી, તે તો શેય માત્ર છે. સંસારના જીવો એકાંત દુઃખે કરીને બળી જળી રહ્યા છે. આ ભયંકર સંસારનો ત્રાસ (ભવનો ભય ) જેના કાળજામાં લાગ્યો છે તેને સંસારનું પરમાણુ માત્ર કેમ ગોઠે અનિત્ય એવો સંસાર કેવળ દુઃખમય છે. દુઃખ ૫૨ના કા૨ણે નથી, પણ પોતામાં ભૂલવાળી માન્યતારૂપ પોતાનું અજ્ઞાન એ જ દુઃખ (સંસા૨) છે. સંસાર સ્વપ્ન સમાન છે; તે Please inform us of any errors on rajesh@Atma Dharma.com Page #455 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૪૧] [૪૨૯ અસાર, સ્વપ્નવત્ ક્ષણિક જગત જે જ્ઞાનીના જ્ઞાનમાં ઉદાસીનભાવે દેખાય, તે જ્ઞાનીની દશા છે; બાકી તો કથનમાત્ર જ્ઞાન ધારણા છે. ૧૪૦ હવે મોક્ષ કોણ પામે તે કહે છે : સ્થાનક પાંચ વિચારીને, છઠે વર્તે જેહુ; પામે સ્થાનક પાંચમું, એનાં નહિં સંદેહ. ૧૪૧ આત્મા છે, નિત્ય છે, અજ્ઞાનભાવે રાગ-દ્વેષનો કર્તા અને હર્ષ-શોકનો ભોક્તા છે, અને સ્વભાવના ભાનમાં નિર્દોષ જ્ઞાનનો કર્તા અને શાંતિ, સુખ, સહજ આનંદનો ભોક્તા છે, મોક્ષ છે; એમ યથાર્થ ન્યાયથી એ પાંચે સ્થાનક વિચારીને જે છઠે વર્તે અર્થાત્ મોક્ષના ઉપાયમાં વર્તે તે પાંચમું સ્થાનક (મોક્ષ) પામે. અંતર વિચાર એ જ જ્ઞાનની ક્રિયા છે, એ અંતરનું સાધન છે. ઘણા ઠેકાણે ગૂઢ રીતિથી “વિચાર” શબ્દ શ્રીમદે જણાવ્યો છે, “કર વિચાર તો પામ,” “ઔષધ વિચાર ધ્યાન,” “અંતર વિચાર,“વિચારવા આત્માર્થીને,” “એમ વિચારી અંતરે,' “તે બોધે સુવિચારણા,” “જ્યાં પ્રગટે સુવિચારણા,” “ઊપજે તે સુવિચારણા,” “જાઓ વિચારી મર્મ, પૂછયા કરી વિચાર,” “વિચારતાં વિસ્તારથી સંશય રહે ન કાંઈ,” એ આદિ પ્રકારે વિચારદશા કહી છે. વિચાર એ અંતરની ક્રિયા છે. તે મન, વાણી, દેહની ક્રિયાથી પર છે. જે વિચારમાં રાગનો ભાગ જ્ઞાન વડે જુદો કરીને તત્ત્વમનન થાય, તે જ્ઞાનની ક્રિયા છે. અહીં સુવિચારદશાની વાત કહી છે; માટે જ્ઞાનીના એકેક વાક્ય ઉપર ખૂબ વિચાર કરવો. તત્ત્વવિચાર વિના માર્ગ હાથ આવે તેમ નથી. વિશાળ બુદ્ધિ અને મધ્યસ્થતા વડે પરીક્ષા કરવી. અનંતજ્ઞાનીઓએ કહ્યું અને કહે છે તો તેમનામાં રહ્યું પણ તારું સત્વ તારી પાસે છે માટે જાતે વિચાર કરવાનો છે, કોઈના આશીર્વાદથી કલ્યાણ થતું નથી. અનંત જ્ઞાની થઈ ગયા તેમને ઘણા જીવોનો ઉદ્ધાર થાય એવો વિકલ્પ આવતો હોવા છતાં કોઈ પરદ્રવ્યને પરિણાવવાનુંસમજાવવાનું તેમનામાં પણ સામર્થ્ય નથી. સામો જીવ તૈયાર થઈને પાત્રતા લાવે તો જ્ઞાની નિમિત્ત થાય. દરેક આત્મા સ્વતંત્ર છે, પરથી નિરાળો છે, માટે સ્વ અને પર વસ્તુને યથાર્થપણે જાણવી પડશે, તેની અનેક ન્યાયથી સિદ્ધિ (નિર્ણય-પ્રમાણ) કરવી પડશે. વસ્તુસ્વભાવ જેમ છે તેમ સમજ્યા વિના સાચાં નિમિત્ત મળે પણ શો ઉપકાર થાય? માટે પ્રથમ શાસ્ત્રવાંચન, મનન અને સત્સમાગમ વડે આત્માનો વિચાર કરવો. તેનો વિચાર નહિ કરે તે આત્મા નહિ પામે. જ્ઞાની પુરુષો કહી ગયા છે તે જ શ્રીમદે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે “કર વિચાર તો પામ.” શાસ્ત્રમાં જે આજ્ઞાસમકિત કહ્યું છે તે વ્યવહારવચન છે. આજ્ઞાપ્રધાન કરતાં પરીક્ષાપ્રધાન-નિર્ણયપ્રધાન ખાસ કામનો છે, માટે નિત્ય સત્સમાગમ અને તત્ત્વની ભાવના વધારવી અને વસ્તુતત્ત્વનો યથાર્થ નિર્ણય કરવો. શ્રી સર્વજ્ઞ ભગવાન કહે છે કે આજ્ઞા એ ધર્મ છે, આજ્ઞા એ જ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #456 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૦] [ભગવાન શ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા તપ છે. આજ્ઞા એ જ અમારો ધર્મ-એ ઉત્તમ વાત જગતના જીવો માટે તેઓએ કહી છે. પણ એ આજ્ઞા કેવી છે તે જાણ્યા વિના તે આજ્ઞા લાગુ પડતી નથી, માટે વાચકની પાછળ વાચ્ય શું છે તે સમજવાની મહેનત જાતે કરવી જોઈએ. એકલી જાણીને ન વિચારો, પણ વીતરાગ પ્રભુનું શું કહેવું છે તે ભાવ વિચારો. સર્વજ્ઞ વીતરાગની વાણી, ભાવવચન, વાચ્ય શું છે તેનો ઊંડાણથી નિર્ણય કરો તો સાચી શ્રદ્ધાસમ્યગ્દર્શન પ્રગટ થવાનું જ; માટે અહીં કહ્યું છે કે “સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે જેહ, પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ.” બધું પોતાની ઉપર નાખ્યું છે, અને કહ્યું છે કે જે નિશ્ચયરત્નત્રયમાં વર્તે તે જ અનંત સુખસ્વરૂપ મોક્ષપદને પામે. જાતે વિચારી જો; તું જ નિર્ણય કરીને અંતરમાંથી સાક્ષી લાવ, નિઃસંદેહ જાતનો નિર્ણય લાવ. સ્વરૂપનિર્ણય-સમ્યગ્દર્શન થતાં “ છઠું વર્તે જેહુ” એટલે કે જે કોઈ પાંચ સ્થાનકને વિચારીને મોક્ષ ઉપાયમાં (સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રમાં) વર્તે તે સાધકભાવ છે, “જે વર્તે તે પામે.” સાચા દેવ, ગુરુની પ્રતીત, શ્રી અરિહંતે જે માર્ગ બતાવ્યો તે માર્ગ શું છે, તે માની (સ્વીકારી), સમજીને તેમાં આત્માર્થી સાધકે પોતે વર્તવાનું છે, પોતે જ માર્ગ કાપવાનો છે. રાગ રહિત શુદ્ધ સ્વચતુષ્ટયમાં (સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવમાં) સ્થિત આત્મા જેવો છે તેવો અવિરોધ વિધિથી બતાવ્યો, પણ જે યથાર્થ વિચારપૂર્વક સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગમાં અવિરોધપણે વર્તશે તે શુદ્ધ આત્માને પામશે. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત.” જે જાતનો નિશ્ચય-પરમાર્થ છે તે જ જાતનો પુરુષાર્થરૂપ વ્યવહાર તે જ મોક્ષમાર્ગ છે. ત્રણે કાળના જ્ઞાનીઓએ જે નિઃસંદેહમાર્ગ બતાવ્યો છે તે નિઃસંદેહતાથી મોક્ષમાર્ગમાં જે વર્તે તે પરમાર્થને પામે છે. ૧૪૧ હવે અંતિમ મંગળ કહે છે : દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ “અગણિત” શબ્દ કહીને મહા મંગળિક કર્યું છે. છેલ્લો અને ઉત્કૃષ્ટ દેહ છતાં સર્વજ્ઞ વીતરાગદેવની અંતરદશા પૂર્ણ શુદ્ધ છે, તેથી તે દેહાતીત છે. નીચલી ભૂમિકામાં સમ્યગ્દર્શન હોય ત્યાં અંતરંગ અભિપ્રાયથી જ્ઞાનદશા વર્તે છે. સમ્યગ્દર્શન થતાં એક ન્યાયે (ભાવી નૈગમ નથી) મોક્ષ થયો એમ પણ કહી શકાય. પૂર્ણ શુદ્ધ અસંગ આત્મતત્વ કેવું, કેવડું, કેમ પ્રાપ્ત થાય, કેટલું બાકી તે બધું ખ્યાલમાં આવી ગયું, પૂર્વ પ્રારબ્ધયોગથી જેને દેહ વર્તે છે, પણ તે દેહથી અતીત એટલે ભાવકર્મ, દ્રવ્યકર્મ તથા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com Page #457 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી આત્મસિદ્ધિ પ્રવચન ગાથા-૧૪૨] [431 નોકર્મનો આશ્રય રહિત કેવળ શુદ્ધ આત્મમય જેની દશા વર્તે છે તે જ્ઞાની પુરુષના ચરણમાં અગણિત વંદન હો. જેમ પાણીચા શ્રીફળમાં કાચલી સાથે ગોળો ચોટેલો દેખાતો હતો, તેનો રસ ચીકાશ સુકાતાં તે ગડગડિયું શ્રીફળ થતાં ગોળો તદ્ગ છૂટો દેખાય છે, તેમ દેહાત્મબુદ્ધિથી દેહાદિ તથા રાગ-દ્વેષમાં પૂર્વે એકતા માની હતી તે ટાળી, જુદાપણું જાણ્યે-અનુભવ્યું તે આત્મા દેહાતીત છે. પોતાનું સહજ આત્મસ્વરૂપ શુદ્ધ છે, સ્વાધીન છે. એમ યથાર્થપણે માન્યું તેને રાગ-દ્વેષની ભાવના કેમ હોય? દેહ મારો છે, પુણ્ય-પાપ મારાં છે; રાગ-દ્વેષ મારા છે, કરવા જેવા છે, એવી શ્રદ્ધા જરાય જેને નથી એવી દશાવાળા દેહ હોવા છતાં દેહાતીત પણ કહેવાય. પવિત્ર વીતરાગ સર્વજ્ઞદેવને “હો વંદન અગણિત'—એ બેહદ, અપરિમિત, અમાપ, અનંત અનંત વંદન દ્રવ્ય અને ભાવનમસ્કારરૂપ છે. વંદનનો વિકલ્પ તૂટીને, બેહુદ–અપરિમિત શુદ્ધ સ્વભાવમાં ઠરી જાઉં એવો અહીં આશય છે. જેને પૂર્ણ શુદ્ધ સાધ્યદશા પ્રગટ થઈ છે તેવા જ્ઞાનીને વંદન હો “અગણિત” એ રીતે સર્વોત્કૃષ્ટ અપ્રતિહત ભાવનો આદર કરીને મહા માંગલિક કર્યું છે. અતિ આદર અનંત ગુણનો છે, પૂર્ણ સ્વભાવનો આદર છે, તેમાં જરા પણ અધૂરા ભાવનો આદર નથી. જેની હૃદ નથી એવાં પૂર્ણ પવિત્ર અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય છે; તેને પ્રગટ કરવા માટે તે જ્ઞાનીને વંદન કરી ક્ષાયિક કેવળજ્ઞાનને પહોંચવા માટે આ આત્મસિદ્ધિ જયવંતપણાને પ્રાપ્ત થાય છે. 142. સમાપ્ત ) Please inform us of any errors on rajesh@ AtmaDharma.com