Page #1
--------------------------------------------------------------------------
________________
અરિહંત ભક્તિ
wwwwww
善
00000/
પ્રકાશક શ્રીનમસ્કાર મહામંત્ર આરાધક મંડળ
Page #2
--------------------------------------------------------------------------
________________
SODES ED
><
અરિહંત ભક્તિ
લેખક અને સમ્રાહક
પૂર્વ મુનિરાજ શ્રી કુંદકું’વિજયજી મહારાજ
―
Page #3
--------------------------------------------------------------------------
________________
જ પ્રકા શકે છે
શ્રી નમસ્કાર મહામંત્ર આરાધક મંડળ, મહાવીર નગર, ઝવેરી સક,
બંગલા ને. ૧૬, નવસારી (ગુજરાત)
વીર સં ૨૫૦૦ વિ. સં. ૨૦૩૦ નકલ ૧૦૦૦
મૂલ્ય રૂા. ૭-૫૦
ભાનુચંદ્ર નાનચંદ મહેતા શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસ પાલીતાણુ ( સૌરાષ્ટ્ર ]
Page #4
--------------------------------------------------------------------------
________________
કલ, નતા
સમવસરણમાં બિરાજમાન શ્રી અરિહંત પ્રભુના રૂપનું ધ્યાન ( વિગત માટે જુઓ. 'પૃ. ૨૪-૨૫-૨૬-૨૭)
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
સર્વ વિઘ્ન વિચ્છેદક, સર્વ મનેા વાંછિત પૂરક
પ્રગટ પ્રભાવી
===
・ゴール
2
=E
WWW WE
શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવાન
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
– દેવાધિદેવ – ( ભગવાન શ્રી મહાવીર સ્વામી
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री नवकार महामंत्रनुं ध्यान
नमा सिहाग नमो मायरिया नमो उवामापास एसा पंधनमुक्कांग सवणावापामणो। मंगलापासस्यामि पटनस्विरमा
नमः
वांछित पूरे विविध परे, श्री जिनशासन सार, निश्चे श्री नवकार नित्य, जपतां जय जयकार.
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
ॐ
ह्रीं
श्रीं
अहं नमः ॥
GH
अहमित्यक्षरं ब्रह्म, वाचकं परमेष्ठिनः । सिद्धचक्रस्य सद्बीजं, सर्वतः प्रणीदद्महे ॥
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
• પ્રાપ્તિ સ્થાને છે
(૧) શ્રી નમસ્કાર મહામંત્ર આરાધક મંડળ મહાવીર નગર, ઠે. ઝવેરી સડક, બંગલા નં. ૧૬
મુ, નવસારી (ગુજરાત) (૨) શાહ જયંતિલાલ માણેકલાલ
૨૬૧, ભાત બજાર,
મુંબઈ નં. ૯
(૩) શાહ વેલજી મેઘજી ગુઢકા ૧૬૮ શેઠ મોતીશાહ લેન, મેતીશાહ જૈન પાર્ક,
ભાયખલા મુંબઈ નં. ૨૭ (૪) સેમચંદ ડી. શાહ
પાલીતાણા (સૌરાષ્ટ્ર) (૫) સરસ્વતી પુસ્તક ભંડાર ઠે. રતનપળ, હાથીખાના,
અમદાવાદ
() માસ્તર સેવંતીલાલ વી. જૈન ૨૦ મહાજનગલી, પહેલે માળે,
ઝવેરી બજાર,
મુંબઈ નં. ૨ (૭) મેઘજી હરજી જૈન બુકસેલર ૨૧૯-A, કીકા સ્ટ્રીટ, ગોડીજી ચાલ,
મુંબઈ નં. ૨.
Page #15
--------------------------------------------------------------------------
________________
૩૪ અહ નમ: |
અરિહં ત–ભ કિત
પ્રસ્તાવના
શ્રી અરિહંત પરમાત્માની ભકિતને મહિમા દર્શાવતા શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે કે –
મીણ જિળવાળું, ઘરમાણ વિપિનોતાળું आरोग-बोहिलाभ, समाहि-मरणं च पावेति ॥१॥
અર્થ –જેમના રાગ-દ્વેષ ક્ષીણ થયા છે, તેવા વીતરાગ જિનેશ્વરની અર્થાત્ શ્રી અરિહંત પરમાત્માની પરમ ભક્તિ કરવાથી આરોગ્ય અને બેધિને લાભ થાય છે, તથા સમાધિયુક્ત મરણ પામી શકાય છે.
ઉત્તમ સામગ્રી પૂવકને અતિદુર્લભ એ મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને જે કઈ ઉત્તમમાં ઉત્તમ વરતુ પ્રાપ્ત કરવા લાયક હોય તે તે ઉપરોકત બ્લેકમાં બતાવેલ આરોગ્ય, બેધલાભ અને સમાધિમરણ છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
અહી આરાગ્ય શબ્દથી મુખ્યપણે આત્માના ભાવ આરાગ્ય સ્વરૂપ મેાક્ષને સમજવાનુ છે અને ગૌણપણે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ ત્રણે પ્રકારનું આરામ્ય ગમજવાનું છે.
વાત, પિત્ત અને ક્રના ઉપદ્રવ ન હોવા એ શારીરિક આરોગ્ય છે. દરેક વસ્તુને સમતેલપણાથી વિચાર કરતાં આવડવા અને તેમાંના ત્ અને અસત્ અંશેાને જુદા પડતાં આવડવા એ માનસિક આરોગ્ય છે અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાય આદિના અભાવ હાવા એ આધ્યાત્મિક આાગ્ય છે.
મેાષિલાભથી મુખ્ય રીતિએ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમજવાની છે અને પરપરાએ સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની પ્રાપ્તિ સમજવાની છે. અને સમાધિમરણને અય છે ચિત્તની સમાહિત સ્થિતિપૂર્વકનું મૃત્યુ. અર્થાત્ પતિમણુ. આવું પતિમરણ એકવાર પણ જો પ્રાપ્ત થઈ જાય તા અનત જન્મ-મરણના અંત આવી જાય છે. તે છેલ્લુ મૃત્યુ બની જાય છે. અને આત્મા હમેશને માટે અજર અમર મની જાય છે.
આ રીતે શ્રી અહિત પરમાત્માની ભક્તિ એ આત્માના અંતિમ કલ્યાણના મૂલભૂત ભાવ આરાગ્ય સ્વરૂપ મેાક્ષ અને તેના કારણરૂપ માધિ અને સમાધિનું પરમ કારણ હોવાથી તમામ જ્ઞાની પુરૂષાએ તેને એકી અવાજે વખાણી છે.
જો કે શ્રી અરિહ ત પરમાત્માની શક્તિનું' સ્વરૂપ
A
Page #17
--------------------------------------------------------------------------
________________
ગિઓને પણ અગમ્ય તથા અધ્યાત્મવેત્તાઓને પણ અગચર હોય છે, તે પણ બાળજના હિતને માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ તેને સૌ કઈ સમજી શકે તેવી ભાષામાં સરળ રીતે સમજાવવા ઓછો પ્રયાસ નથી કર્યો અને એના આધા. રેજ આજે શ્રી સંઘમાં યત્કિંચિત્ આરાધના થઈ રહી છે.
શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એ આ વિષમય દુનિયામાં અમૃતનો કુંડ છે. એમાં સ્નાન કરનાર આત્માપાપપંકથી પાવન થયા સિવાય રહેતું નથી. શ્રી અરિહંત પરમાત્માની ભક્તિરૂપી અમૃતના કુંડમાં નિરંતર સ્નાન કરવા માટે શાસ્ત્રકારોએ અનેક પ્રકારના માર્ગો બતાવ્યા છે.
તાવિક દષ્ટિએ જોઈએ તે જ્યાં જ્યાં અને જે જે પ્રકારે શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું પાલન થાય છે, તે વિવિધ પ્રકારનું તમામ આજ્ઞા પાલન શ્રી અરિહંત પરમાત્માની ભકિતના જ પ્રકારરૂપે છે અને તેથી પરમાત્મા પ્રત્યેની અનન્ય શ્રદ્ધા, વિનય, વૈયાવચ્ચ, સદ્દભાવ, સેવા, સમર્પણ, વંદન, પૂજન, સત્કાર-સન્માન, પ્રણામ, પ્રશંસા, પ્રાર્થના, પ્રદ, પ્રણિધાન, સ્મરણ, સ્તવન, કીર્તન, કથા, ઉત્સવ, ઉપાસના, આદર, આરાધના, ઉત્સાહ, એકાગ્રતા, જપ, જાત્રા, શાસન પ્રેમ, જીવનની પવિત્રતા, શરણાગતિ, વાત્સલ્ય અને રોગ વગેરે એક અપેક્ષાએ આ બધા શ્રી અરિહંત પરમાત્માની ભક્તિના જ પ્રકારે છે. શ્રી જિનશાસનના તમામ સિદ્ધાંત ઘણા વિશાળ, ગંભીર અને સ્યાદવાદ દષ્ટિએ અનેક અપેક્ષાઓથી ભરપુર હોય છે. તેથી શ્રી અરિહંત પરમાત્માની ભક્તિનું વરૂપ પણુ ઘણું વ્યાપક અને અનેક અપેક્ષાઓથી ભરપુર પણ
Page #18
--------------------------------------------------------------------------
________________
છે. પરંતુ તે બધા પ્રકારમાં નિત્ય શાસ્ત્રોકત વિધિપૂર્વક શ્રી અરિહંત પરમાત્માનું દર્શન-પૂજન કરવું એ ભવ્ય જી માટે સૌથી પ્રાથમિક અને મુખ્ય પ્રકાર છે. આબાલ-વૃદ્ધ સૌ કઈ વડે સહેલાઈથી આચરી શકાય તેવું પવિત્ર ધર્મકૃત્ય છે. આત્મા ઉપર લાગેલા કર્મમલને ધોવા માટે તે એક પ્રકારનું આંતરિક નાન છે.
પરમાર્થદષ્ટિ મહાપુરૂષો ભાવપૂર્વક ફરમાવે છે કે – શ્રી અરિહંત પરમાત્માની ભક્તિથી પાપરજ નાશ પામે છે અને કુશલાનુબંધી પુણ્યસમૂહ એકત્રિત થાય છે તેથી તે ક્રિયા શ્રી જૈન સંઘ અને ઉપલક્ષણથી સમસ્ત વિશ્વને એકાંત કલ્યાણુકારિણી છે.
આત્મકલ્યાણકારી માર્ગમાં પ્રયાણ કરવાની ઈચ્છાવાળા મુમુક્ષુ દરેક આમાને આશય શુભ હોવા છતાં ભિન્નજિન ભૂમિકામાં રહેલા દરેક જીવને ક્ષોપશમ પણ ભિન્ન ભિન્ન પ્રકારને હેય છે. તે પ્રત્યેક ભૂમિકામાં રહેલા ઉત્તમ છ અરિહંત પરમાત્માની સન્મુખ બને અને તેમના હાયમાં શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ પ્રગટ થાય અને જેમને પ્રગટ થઈ હોય તેઓ શ્રી અરિહંત પરમાત્માની ભક્તિમાં વધુ સુસ્થિર બને એ દષ્ટિને લક્ષ્યમાં રાખીને જિજ્ઞાસુ મહાનુભાવોની માંગણીથી અરિહંત ભક્તિ નામના આ પુસ્તકમાં વિવિધ વિષયક હકીકતેને સંગ્રહ કરવામાં આવ્યું છે.
અનેક પ્રસંગે પૂજ્ય ગુરુ પાસેથી વાચનાદિ દ્વારા પ્રસાદીરૂપે પ્રાપ્ત થયેલ ભક્તિવિષયક હિતશિક્ષાના પ્રભાવે તથા પ્રાચીન અર્વાચીન ગ્રન્થાદિના વાંચન-પરિશીલન આદિથી
Page #19
--------------------------------------------------------------------------
________________
ભક્તિ વિષયક જે જે વસ્તુ અતિપ્રિય અને હિતર જણાઈ તેને સ્વલ્પ ક્ષાપશમ મુજબ અહી” રજુ કરવામાં આવેલ છે. જેએ ભાવનાપ્રધાન છે તેમને પેાતાની ભાવના અભિવ્યક્ત કરવા માટેની સામગ્રી આમાંથી મળી શકશે. અને એવા ભાવુક જીવાને આ સંગ્રહ વધુ રુચિકર ખનશે એવી આશા છે.
ખાસ કરીને મારા પરમેાપકારી, પરમકૃપાળુ પરમપૂજ્ય ગુરુમહારાજ પંન્યાસજી પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરજીના પરમ આશીર્વાદથી, તેએશ્રીની પરમ કૃપાથી તથા પરમ વાત્સલ્યમય કરુણાષ્ટિના પ્રભાવે આ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થયું છે. આમાં જે કાંઇ સારૂ છે તે બધુ' તેઓશ્રી પાસેથી મળેલું છે—તેઓશ્રીની કૃપાનું ફળ છે. ઉપરાંત આ પુસ્તકમાં બીજા પણ અનેક ગ્રન્થા અને લેખકેાના વચનાના આધાર લેવામાં આવ્યા છે, તે તમામ મહાનુમાવા પ્રત્યે કૃતજ્ઞભાવ દર્શાવીએ છીએ.
શ્રી અહિંત પરમાત્માની ભક્તિમાં પૂરક તવાને પણ આ પુસ્તકના સ્વાધ્યાય વિભાગમાં પાછળ દાખલ કરવામાં આવેલ છે.
મતિમદતા આદિના કારણે આમાં જે કાંઈપ જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તે બદલ મિચ્છામિ દુક્કડ યાચીએ છીએ.
'તમાં સૌ કાઇ આ પુસ્તકને વાંચી, વિચારી હૃદયમાં ઉતારી શ્રી અરિહ‘ત પરમાત્માની ભક્તિમાં એકતાર ખની આત્મકલ્યાણ સાધનારા બનેા એજ શુભેચ્છા.
—સુનિ ૬ વિજય
Page #20
--------------------------------------------------------------------------
________________
જ
નિ વે દ ન
જ
પરમોપકારી પરમ પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રકર વિજયજી ગણિવશ્રીના શિષ્ય પૂ. મુનિરાજશ્રી કુંદકુંદવિજયજી. મહારાજ પાસે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ વિષયક એક મારે સંગ્રહ અમને જોવા મળે. અવારનવાર ૫૦ પૂ. પંન્યાસજી મ. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવશ્રી પાસે દર્શન-વનદનાથે જવાનું થતાં તે ભક્તિવિષયક સામગ્રીનું મુનિશ્રી કુંદકુંદવિ૦ મ૦ પાસે શ્રવણ, વાંચન મનન કરવાની તક મળી. અને એ રીતે એ બધું અવગાહન થતાં વિચાર આવ્યો કે શ્રી અરિહંત-ભક્તિ-વિષયક આ બધે સંગ્રહ જે એક જ પુસ્તકમાં એક જ સ્થળે પ્રગટ થાય તે અનેક ભક્તહૃદય આત્માઓને એમાંથી પ્રેરણા મળે અને તેમના દિલમાં પ્રભુ ભકિત જાગૃત થવામાં અને સમગૂ દર્શનની નિર્મળતામાં આ લખાણ નિમિત્તભૂત બને. એમ ધારી અમે પૂ. મુનિરાજ શ્રી કુંદકુંદવિજયજી મહારાજશ્રીને એ લખાણને વ્યવસ્થિત ગોઠવી આપવા વિનંતિ કરી.
અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે ભક્તિ વિષયક અનેક અપેક્ષાઓથી ભરપુર એવું આ લખાણ આજે. વ્યવસ્થિત રીતે છપાઈને બહાર પડેલું આપણે આ પુસ્તકમાં જોઈ શકવા ભાગ્યશાળી થયા છીએ.
Page #21
--------------------------------------------------------------------------
________________
સુપાત્ર આત્મા-પછી ભલે તે ઓછું ભણેલ હશે કે વધારે ભણેલ હશે પણ આ પુસ્તકમાંથી તે પ્રભુભક્તિવિષયક કંઈ ને કંઈ પ્રેરણા જરૂર મેળવી શકશે એવી અમને આશા છે. એક જ પુસ્તકમાં ભકિતવિષયક વિવિધ સામગ્રીને વિપુલ પ્રમાણમાં સમાવેશ થયેલ હોવાથી આ પુસ્તક વિવિધ ભૂમિકાવાળા અનેક જીવને પિતાની ભૂમિકા અનુસાર ઉપયોગી નીવડશે એમાં શંકા નથી.
આપણું હૃદયમાં પ્રભુજીને કેવી રીતે પધરાવવા અને આપણું હૃદય પ્રભુભક્તિથી કેવી રીતે વાસિત કરવું એ અંગેની વિવિધ રીતે બહુ જ સરળ રીતે આ પુસ્તકમાં દાખલ કરવામાં આવી છે.
પ્રભુભક્તિનો મહિમા કેટલે અદભૂત અને અચિંત્ય છે તે વાત જૈનશાસન પામેલ કેઈપણ સુજ્ઞ આત્માથી અજાણ નથી અને તેથી જ પ્રભુભક્તિને મુક્તિની દૂતિ તરીકે બિરદાવવામાં આવી છે અને પ્રભુભક્તિ એ શાશ્વત સુખનું સાચું લેહચુંબક છે એમ પણ કહેવામાં આવ્યું છે.
ગિસમ્રાટ કલિકાળસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા શ્રીવીતરાગ તેત્રના નવમા પ્રકાશમાં ફરમાવે છે કે “હે પ્રભુ! જે તમારી ભક્તિ મલે તે કલિકાળ પણ મારા માટે નમસ્કાર કરવા ગ્ય છે અને આપની ભક્તિ ન મલે તે સત્યયુગનું પણ મારે કામ નથી કારણ કે અનેકવાર સત્યયુગ મળવા છતાં તારી ભક્તિ ન મળવાથી તે નકામે ગયે, જયારે કલિકાળમાં તારી અલ્પ પણ ભક્તિ ભકતને
Page #22
--------------------------------------------------------------------------
________________
î
પરમલાભનું કારણ બને છે માટે તારી ભક્તિ મળે તેા કલિકાળ પશુ મને માન્ય છે. આવા પ્રભાવ પ્રભુભક્તિના છે.'
ચાગ અને અધ્યાત્મ વિષયના મહાન અનુભવી પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રીયશવિજયજી મ. પણ પાતાની એક ગૂજર કૃતિમાં ક્રમાવે છે કે—
મુજ હાો ચિત્ત શુદ્ધ ભાવથી, ભવાલવ તાહરી સેવરે; યાચીચે કેાડી જતને કરી, એહ તુજ આગળે દેવ રે.
તેઓશ્રીની ઉપરાસ્ત ઉક્તિ માપણા સૌના માટે એક સરખી ઉપયાગી છે. અને પ્રતિદિન અરિહંત પરમાત્મા પાસે પ્રાથના કરવા લાયક છે.
મંડળ તરફથી અગાઉ પ્રગટ થયેલ આધ્યાત્મિક પદા’ (અથ સહિત) તથા આરાધના સ'ગ્રહ'ની જેમ અહિંત-ક્તિ નામનું આ પુસ્તક પશુ સૌને પ્રેરણાદાયક બનશે એવી આશા છે.
કાઈ એકાદ ખપી આત્માને પણ આ પુસ્તક પ્રેરણાસ્પદ બનશે તે પણ અમાશ આ પ્રયત્ન સફળ થયેલા ગણીશું.
ખી. પી. પ્રેસના માલિક ભાનુચંદ્રભાઇ અને ૫', શ્રી કપૂરચંદભાઇએ આ પુસ્તક પ્રગટ થવાના કાર્યમાં જે ઉત્સાહ દાખવ્યા છે તે ખાસ નોંધપાત્ર છે.
–બાબુભાઈ કડીવાળા
Page #23
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ
-
૧
A ૮ ૮ - બ બ ભ - -
અરિહંત પર ધ્યાન જૈન શાસનનું પરમહાઈ - ધ્યાતા, બેય અને દયાનનું સ્વરૂપ સમાપતિનું સ્વરૂપ તીર્થંકર પદની પ્રાપ્તિ .
અરિહંત ભક્તિને પ્રભાવ • • શિયાની સફળતાને આધાર .... અરિહંતનું ધ્યાન એટલે શું? અરિહંતને ઓળખે તે આત્માને ઓળખે અજ્ઞાન એટલે પિતાના સહજ સ્વરૂપને અરવીકાર પરમાત્મપદપ્રાપ્તિની પ્રક્રિયા . ક્રિયાભ્યાસ એ ધ્યાનને પાયે ... ચિતની પ્રસન્નતા , કલ્યાણ પરંપરાને હેતુ .. ચિત પ્રસન્નતાનું માહામ્ય .... ધ્યાન માટે પુષ્ટાલંબન ... અરિહંતના ચાર અતિશયે સંક્ષેપમાં.. રૂ૫સ્થ ધ્યાન-૧ અરિહંત પ્રભુના રૂપનું ધ્યાન પ્રભુ પ્રતિમાથી રૂપસ્થ ધ્યાન રૂપસ્થ ધ્યાનનું ફળ • રૂપસ્થ ધ્યાનને મહિમા રૂપસ્થ ધ્યાન-૨ શ્રી જિનેશ્વરનું રૂપ કેવું છે? ભગવાન કેવા છે ?
૨૪
& K ૮ - 2 8 8 8
Page #24
--------------------------------------------------------------------------
________________
13
અતર્ગ રાષાને ટાળવા માટે પરમાત્મા પ્રતિ હાર્દિક પ્રાર્થના ૩૦ પ્રભુજીને મનમદિરમા પધરાવવા માટે હાર્દિક પ્રાથના મનમદિરમાં પ્રભુજીની પધરામણી
૩૩
ત્વમેવ શરણુ મમ.
ઉત્કૃષ્ટ માતા ઉત્કૃષ્ટ પિતા ઉત્કૃષ્ટ નેતા
ઉત્કૃષ્ટ દેવ
ઉત્કૃષ્ટ ધમ
ઉત્કૃષ્ટ ગુરુ
ઉત્કૃષ્ટ પ્રાણ ઉત્કૃષ્ટ વગ
ઉત્કૃષ્ટ માક્ષ
ધ્યાનની ભાવના
૩૭
૩૮
૪૧
૪૪
૪૪
૪}
૪૭
૪૫
૪:
૪૯
૫૦
૧૩
નામમંત્ર
૧
ભગવાનનાં વિવિધ નામે
૬૩
પ્રાથના
૬૭
...
...
શ્રી આનંદઘનજી કૃત સુવિધિનાથ જિન સ્તવન વિવિધ નામગર્ભિત ૬૮ નામ મહિમા ગર્ભિત પદ્મપ્રભ જિન સ્તવન
૧
૭૨
७३
૭૪
૭૬
७८
...
...
..
...
...
...
...
...
...
::
...
: : :
:
...
...
...
ભગવાનની ઉત્કૃષ્ટ સાધના ભગવાનનું પરમ સૌભાગ્ય જિનદર્શન વખતે વિચારણા ચ્યાત્મ નિરીક્ષણ તીથ કરભક્તિનુ' સામર્થ્ય અષ્ટ પ્રકારી પૂજાનુ` રહસ્ય જલ પૂજાના હેતુ અને ફળ ચંદનપૂજાના હેતુ અને ફળ
...
...
...
...
...
...
...
: : : :
0.0
...
...
::
...
638
...
...
***
...
...
...
: :
...
...
ઃઃ
::
10.
600
: :
...
...
: :
ૐ :
...
...
⠀⠀
...
ૐ .
...
...
004
...
ૐ
...
: :
...
000
...
...
...
...
...
...
::
...
...
...
: :
: :
૮૧
ཙམ་
૮૧
૧
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦૯
- ૧૧૨
૧૩૦
પૂષ્પપૂજાનો હેતુ અને ફળ • ધૂપપૂજાને હેતુ અને ફળ . દીપકપૂજાને હેતુ અને ફળ .. અક્ષતપૂજાને હેતુ અને ફળ નૈવેશપૂજાને હેતુ અને ફળ ફળપૂજાને હતુ અને ફળ • નવ અંગે પૂજાની વિચારણા પૂજન વખતે ભાવવાની ત્રણ અવસ્થા... જોતિસ્વરૂપી તું જિન દીઠે. ... અનુભવિયાના અમૃતગાર • અરિહંત પરમાત્માની ઉત્તમોત્તમતા . છ પ્રકારના પુરુષો • • • ઉત્તમોત્તમ પુરુષોનું સ્વરૂપ ... શ્રી અરિહંત પરમાત્મા (ભવાટવીમાં સાર્થવાહ) તું ત્રિભુવન શિરતાજ . . . - ૧૪૬ અરિહંત પરમાત્માના ૩૪ અતિશય ... . ૧૪૭ અરિહંત પરમાત્માની વાણીના ૩૫ અતિશ ... - ૧૫૬ અરિહંત પરમાત્માના આત્માઓની અનાદિ ઉત્તમતા - - ૧૬૪ અરિહંત પરમાત્માની ત્રીજા ભવની કલ્યાણકારિણી સાધના ... અરિહંત પરમાત્માનું અઢાર દેષ રહિત ૫ણું .. કેવલ્યપદનાં નામે
૧૭૪ કૈવલ્યપદનાં સાધન .
૧૭૫ કેવલ્યપદને ઉપાય
૧૭૫ અરિહંત પરમાત્માના ૧૨ ગુણ
૧૭૬ આઠ પ્રાતિહાર્યોનું સ્વરૂપ • • • • ૧૮૩ અપાયાપગમાદિ ચાર અતિશનું સ્વરૂ૫ - - ૧૮૬ જિનવાણું મહિમા અરિહંત પરમાત્માની માતાને આવતા ૧૪ સ્વને ... ૨૪ તીર્થકરોના અર્થ સહિત નામો ૦ ૦ ૨૧૧
૧૭૨
•
૧૮
Page #26
--------------------------------------------------------------------------
________________
૫
અરિહંત પરમાત્માના પૂજનની ન્યાય પુરસરતા અહિં'ત પૂજન વિધિ અરિહંત પરમાત્માના દર્શન પૂજન અદિનુ ફળ શ્રી અરિહંત પરમાત્માની સ્તુતિ આદિ માટે તેાત્ર કેવુ' હાવુ
...
...
...
પ્રભુજીના ધ્યાનથી આનંદ દ્રવ્યપૂજા અને ભાવપૂજા હે પ્રભુજી ! મનમંદિરમાં પધારે
...
જોઇએ ?
૨૨
...
૨૪૨
...
૨૪૭
૨૫૧
૨૬૪
૨૮૩
...
ચૈત્યવંદન આદિ ક્રિયાની શુદ્ધિ માટે ઉપયોગી માર્ગ દર્શન... ૨૭૩ અરિહંતની પૂજાથી ૮ કમમ્હા ક્ષય શ્રી અરિહંત પરમાત્માની પૂજામાં દાનાદિ ધર્મીની આરાધના ૨૪૩ અરિહંત પરમાત્માના દર્શીનનેા મહિમા અરિહંત પરમાત્માના દર્શન વખતે ખેાલવાની સ્તુતિએ શક્રસ્તવ અર્થાત્ ભાવ અહિ તેાનુ' સ્વરૂપ સ્થાપના અરિહંતની ભક્તિ અરિહંત પરમાત્મા સમક્ષ પ્રાથના કરવા માટેનુ* પ્રણિધાન સૂત્ર ૨૯૦ ચાર નિક્ષેપે અરિહંત પરમાત્માને વંદના ૧૦ ત્રિક આદિની સમજ અરિહંત પૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ અરિહંત દેવના દર્શન સંબંધી શકા-સમાધાન અરિહંત દેવની પૂજા સબંધી શકા—સમાધાન... અતિ ભક્તિના અચિંત્ય પ્રભાવ અને તેમાં ક્રાયેાનું સ્થાન ૩૬૨
૩૧૧
૩૨૯
૩૩૪
૩૩.
૩૫૬
૩૭૧
૩૭૨
ભાવવાહિ રતવને આદિ મનમદિરમાં પ્રભુજીની પધરામણી પ્રભુજીની પધરામણીથી આન ભાવપૂજાનું રહસ્ય મનમ રિમે' આવે
૩૭૭
૩૭૯
૩૮૪
૩૮૫
३८७
પા
...
...
...
...
...
...
...
:
*
દુ
...
9.0
080
...
..
...
9.0
006
...
...
:
000
: :
...
...
...
...
...
...
...
...
...
...
...
...
201
...
600
960
...
રાષ્ટ
૨૧
૨૨:
984
Page #27
--------------------------------------------------------------------------
________________
મનમ દરમાં પ્રભુજીને પધરાવા અનુભવભવને ખેડા નાથ તુમશુ` રગ લાગ્યા મદિર નિર્માણ અને મૂર્તિ પૂજા આધ્યાત્મિક દૃષ્ટિએ અષ્ટપ્રકારી પૂજાનુ રહસ્ય ...
404
100
001
...
કાર્યાત્મ નું' સ્વરૂપ કાચેાત્સગ ના પ્રભાવ કાયાત્સગ થી થતા પ્રત્યક્ષ લાભા અહિતાદિ નવપદ અને તેની સાધના
...
...
...
ધ્યાન સાધના ધ્યાનના પ્રભાવ માક્ષપ્રાપ્તિના સાચા ઉપાય ધમની વ્યાખ્યા ધમની ઓળખ
ધમના પ્રભાવ સામાયિક ધમ સામાયિક અને નમસ્કાર સમવસરણુસ્થ ભગવાનનું ધ્યાન અરિહંત વંદનાવલી
...
પરમાત્મ પ્રાર્થના
600
...
જિનપૂજા રહસ્ય દશ ક સુવિધિનાથ સ્તવન
સ્વાધ્યાય
600
...
: :
*
:
...
:..
...
...
...
...
100
...
...
...
અનિત્યાદિ ખાર ભાવના ધ કલ્પ વૃક્ષનું મૂળ (મૈત્રી આદિ ચાર ભાવના)...
નમસ્કાર મહામત્રના પ્રભાવ નમસ્કાર મહામત્રની ધારણા નમસ્કાર મહામંત્રનુ" ધ્યાન
...
...
300
...
...
...
...
...
...
...
...
...
ઃઃ
:
...
...
...
: :
: :
...
:
: :
:
...
...
ૐ :
: :
...
: :
...
:
...
:
...
...
800
...
000
...
...
...
...
...
...
...
...
...
...
...
ૐ ૐ
...
:
...
:
...
|
...
૩૯૦
૩૯૨
૩૯૪
૩૯૬
૩૯૯
૪૦૧
૪૦૪
૪૦૫
૪૦૯
૪૩૬
૪૪૭
૪૫૦
૪૫૧
૪૭૧
૪૫૯
૪૪
૪૮
૧૦૩
૫૦
૫૧૭
પર૭
૫૩૨
૫૩૮
૫૪૧
૫૪૮
૫૫૩
૫૬૦
Page #28
--------------------------------------------------------------------------
________________
અરિહંતપદ ધ્યાન.
અરિહંતપ ધ્યાતા થકી, દવહુ-ગુણ-પાય રે; ભેદ છે કરી આતમા, અરિહ ંતરૂપી થાય રે, ૧
અ:—દ્રવ્ય, ગુણ અને પર્યાયથી શ્રી અરિહં'ત પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા પાતાની અને અરિહેતની વચ્ચે જે ભેદ છે, તે ભેદના છેદ કરી પાતે પણ અહિ તસ્વરૂપ
અને છે.
જૈનશાસનનુ' પરમહા.
ભાવાર્થ:—પૂ॰ ઉપાધ્યાયશ્રી યશે।વિજયજી મહારાજની વાણી સ–નય-સ'પન્ન છે. તેઓશ્રીએ રચેલા ઉપરના શ્લેાક ઘણા જ ઉંડાણવાળા અથથી ભરેલા છે. સમગ્ર જૈન પ્રચનનુ. તેમાં પરમહાદ` છૂપાયેલુ' છે. સાદી અને સરલ ભાષામાં તેમાં ધ્યાનવિષયક અતિમહત્ત્વની પ્રક્રિયા તેઓશ્રીએ સુંદર રીતે ગુ ંથી આપી છે.
ધ્યાતા—ધ્યેય અને ધ્યાનનું સ્વરૂપઃ—
પ્રથમ તા આ શ્ર્લાકને સમજવા માટે યાતા, ધ્યેય અને ધ્યાનનું સ્વરૂપ જાણવુ જોઇએ આ ધ્યાતા, ચૈય અને ધ્યાનરૂપ ત્રિપુટીનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
(૩)
(૧) સમ્યગદર્શનના પરિણામયુક્ત અર્થાત્ વિવેકી અંત
રાત્મા-જે ધ્યાન કરનારો આત્મા તે ધ્યાતા કહેવાય. આઠે કર્મોને જેમણે ક્ષય કર્યો છે, તે સિદ્ધ પરમાત્મા અથવા ઘાતીકમ જેમના ક્ષીણ થયા છે, તે અરિહંત પરમાત્મા દયાન કરવા ચોગ્ય ધ્યેય કહેવાય. અંતરાત્માની પરમાત્મામાં એકાગ્રતાની બુદ્ધિ અર્થાત તે સિવાય બીજો કોઈ વિચાર નહિં, જેમ ધનુર્ધર
જ્યારે નિશાન બરાબર તાકે ત્યારે પિતાના લક્ષ સિવાય તેને બીજા કશાનું ધ્યાન ન રહે, તેમ પિતાને એકાગ્રતાપૂર્વકનો ઉપયોગ પરમાત્મામાં જે તે દયાન કહેવાય.
સમાપત્તિનું સ્વરૂપ. આ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની જ્યારે એકતા થાય છે, ત્યારે તેને સમાપત્તિ કહેવાય છે. અર્થાત્ પિતાના સ્વચ્છ અંતરાત્મામાં તે વખતે પરમાત્મભાવનું પ્રતિબિંબ પડે છે. તે પ્રતિબિંબને સમાપત્તિ કહેવામાં આવે છે. તેમાં ઉપયોગથી અર્થાત ધ્યાનથી પરમાત્માની સાથે હાર્દિક સ્પર્શના થાય છે.
જેમ નિર્મળ આરિસામાં તેની સામે જે પદાર્થ મૂકવામાં આવે, તેવું જ પ્રતિબિબ તેનામાં પડે છે, તેમ જે આત્મામાંથી કમ્મલ અર્થાત્ ચિત્તમલ દૂર થાય છે, તે આત્મા સ્વચ્છ-નિમલ આરિસા જે બને છે અને તેમાં
Page #30
--------------------------------------------------------------------------
________________
ધ્યાન વખતે પરમાત્મભાવનુ પ્રતિબિંબ પડે છે. 4 જે જેનું ધ્યાન ધરે, તે તેના જેવા થાય ? એ નિયમથી 'તરાત્મા તે વખતે પરમાત્મા જેવા બને છે. આ સમાપત્તિ થાય છે, તે વખતે પેાતાની અને પરમાત્માની વચ્ચે જે ભેદની રેખા છે, તે ભૂંસાઈ જાય છે અને ધ્યાતા પાતે પશુ ચેય-અરિહ'ત સ્વરૂપ અને છે.
તીર્થંકરપદની પ્રાપ્તિ.
આત્મામાં જ્યારે આવી સમાપત્તિ થાય છે, ત્યારે તેનું પ્રથમ મૂળ અતિ પવિત્ર એવા તીર્થંકર નામ કર્માંના મધની પ્રાપ્તિ રૂપ થાય છે. અને તેના વિપાક કાળે સાક્ષાત્ તીથર પદની પ્રાપ્તિ રૂપ સપત્તિ ” નામનું ફળ
પ્રાપ્ત થાય છે.
શ્રી અરિહંતભક્તિને અર્ચિત્ય પ્રભાવ,
સમાપત્તિનું આટલું' મધુ. મહાન ફળ જીવને પ્રાપ્ત થાય છે, તેનું પણ મૂળ કારણ અહિ'તભક્તિ છે. તે માટે પૂર્વ ઉપાધ્યાયજી મહારાજ એક સ્થળે ફરમાવે છે કેઃ
-
“ જે સ’સગ–અભેદારોપે, સમાપત્તિ મુનિ માને; તે જિનવરગુણ ઘુણતાં, જ્ઞાન-ધ્યાન લય તાને !” તેના ભાવાથ એ છે કે અંતરાત્માને વિષે પરમાત્માના
* જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાનથી, જિન ઉપમા આવે. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મ૦
Page #31
--------------------------------------------------------------------------
________________
ગુણેને નિવેશ કરે તેને “સંસર્ગોપ” નામની સમાપત્તિ કહેવામાં આવે છે અને પરમાત્મામાં અંતરઆત્માનું વિલીનીકરણ કરવું અર્થાત્ અભેદભાવે પરમાત્મામાં લય પામી જવું તેને “અભેદારેપ' નામની સમાપત્તિકહેવામાં આવે છે. આ રીતે મહામુનિઓએ સમાપત્તિના બે ભેદ કહ્યા છે. અરિહંત પરમાત્માના ગુણની સ્તુતિ કરતાં, તેમનું ધ્યાન કરતાં, તેમાં એકતાન થતાં અને તેમાં લય પામતાં તે બન્ને પ્રકારની સમાપત્તિ થાય છે.
પ્રભુના ગુણેના સમૂહરૂપી ગંગાજળમાં નાન કરવાથી આત્માને કર્મમળ દૂર થાય છે. અને જીવજ્ઞાન અને આનંદથી ભરપૂર એવા સનાતક પદને પ્રાપ્ત કરે છે. એક ક્રિયાની સફળતાને આધારે ધ્યાનશુદ્ધિ છે.
જેનશાસનમાં તપની સાથે જ૫ આદિનું જે અનુષ્ઠાન રાખવામાં આવે છે, તેનું તાત્પર્ય એ છે કે, તપશ્ચર્યા દરમ્યાન ચિત્તની વિશુદ્ધિ સરળતાથી થાય છે અને એ વિશુદ્ધ ચિત્ત દ્વારા જ્યારે જપ વગેરે કરવામાં આવે છે ત્યારે તેમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. અને એને જ શાસ્ત્રીય ભાષામાં સમાપત્તિના નામથી ઓળખાવવામાં આવે છે. આ રીતે તપ–જપ દ્વારા પરમાત્માની સાથે સમાપત્તિ થવા રૂપ મહાન કાર્ય થતું હોવાથી તે ક્રિયાનું મૂલ્ય ઘણું જ *પ્રભુ ગુણ ગણુ ગંગાજળે નાહિ, કીયે કર્મમળ દૂર રે; સ્નાતકપદ જિનભતે લહીએ, ચિદાનંદ ભરપૂર રે.
પૂ ઉપા૦ શ્રી યશ વિ. મ૦
Page #32
--------------------------------------------------------------------------
________________
૫
વધી જાય છે. જો તપ-જપ દ્વારા સમાપત્તિની દિશામાં યત્કિંચિત્ પણ પ્રગતિ ન થાય તા તે તપશ્ચરણ આદિ સપૂર્ણ રીતે સફળ બની શકતાં નથી. તપ-જપ આદિની વાસ્તવિક સફળતાના આધાર ધ્યાનશુદ્ધિ છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનુ' ધ્યાન એટલે શુ' ?
જે અરિહંત પરમાત્માને દ્રવ્યથી, ગુણુથી અને પર્યાયથી જાણે તે આત્માને જાણે છે અને જે આત્માને જાણે છે, તેના મેહ નાશ પામે છે. અર્થાત્ તે અશ્વિત સ્વરૂપ અને છે. અહીં દ્રવ્ય-ગુણુ પર્યાયથી આત્માને જાણવેા, ધ્યાવવા એટલે જેવુ' અહિં'ત પરમાત્માનુ' આત્મ દ્રવ્ય છે, તેવું જ નિશ્ચયથી મારુ પણ આત્મદ્રવ્ય છે, જેવા કેવળજ્ઞાનાદિ અરિહંત પરમાત્માના ગુણેા છે, તેવા જ ગુણા મારા માત્મામાં છૂપાયેલા છે. જેવા અહિ'તના નિTMલ પાંચ પ્રગટપણે અત્યારે વર્તી રહ્યા છે, તેવા જો કે અત્યારે મારા નથી, છતાં જે રીતે અરિહંત પરમાભાએ ધ્યાન કર્યું હતું અને એ ધ્યાનદ્વાશ પાતાના પાંચાને નિ`લ બનાવ્યા હતા, તે જ રીતે પરમાત્માના ધ્યાનથી મારા પર્યાયે પણ અવશ્ય નિમલ બનવા ચાગ્ય છે. આ રીતે અરિહંતના ધ્યાન દ્વારા, અહિ‘ત પરમાત્માના સ્વરૂપની ઓળખાણ દ્વારા અથવા અરિહંત પરમાત્માના આદશ અર્થાત્ આલંબન દ્વારા આત્મા પેાતાનું પણ તેવું જ
Page #33
--------------------------------------------------------------------------
________________
વરૂપ છે તેને નિશ્ચય કરે છે. આનું જ નામ આત્માની ઓળખાણ છે, અથવા દ્રવ્ય-ગુણ-પર્યાયથી જ્ઞાન અને ધ્યાન છે.
જે અરિહંતને ઓળખે છે, તે
આત્માને ઓળખે છે. જન્મથી જ ઘેટાના ટોળામાં ભળી ગયેલું સિંહનું બચું જેમ બ્રાંતિથી પિતાને પણ ઘેટા જેવું કલ્પી લે, તેમ જીવ પોતે અનંત શક્તિનો માલિક હોવા છતાં અનાદિ અજ્ઞાનતાના ચગે પિતાને તદ્દન નિર્માલ્ય માની, જમ મરણની અનેક પ્રકારની કર્મ જનિત હાડમારીઓ ભેગવી રહ્યો છે. જેમ તે સિંહના બચ્ચાને કેઈ વખતે બીજા સિંહનું દર્શન થવાથી, સિહની ગર્જના સાંભળવાથી, સિંહ તરફથી અન્ય કોઈ પ્રેરણા મળવાથી અને બારીકાઈથી જોતાં પિતામાં પણ બધાંજ લક્ષણે સિંહના છે પણ ઘેટાનાં નથી, એ નિર્ણય થવાથી તેને તેનું પોતાનું પરાક્રમ ખ્યાલમાં આવી જાય છે, તેની નબળાઈ દૂર થઈ જાય છે અને તે સિંહ વનનો રાજા બની જાય છે. તેમ શ્રી અરિહંત પરમાત્માના દ્રવ્ય-ગુણ૫ર્યાયના ધ્યાનથી જીવને પણ એવું ભાન થાય છે કે તત્વથી જોતાં મારું પણ આવું જ સ્વરૂપ છે. મારી જાત પણ આવી જ છે. મારામાં પણ બધાં આવાં જ લક્ષણે છે. હું અવિનાશી છું, અનંત જ્ઞાન અને અનંત શકિતથી હું ભરપુર છું. કર્મ કરતાં મારું બળ અનંતગણું અધિક છે. આ બધું ખ્યાલમાં આવતાં જ અને ત્યારપછી તે અંગે વિધિપૂર્વક પુરુષાર્થ કરતે જીવ કમને હટાવી
Page #34
--------------------------------------------------------------------------
________________
અંતે પાતે જીવ મટી શિવ બની જાય છે. આ રીતે જે અરિહ'તને ઓળખે છે, તે આત્માને ઓળખે છે અને આત્માની ઓળખાણ થયા પછી માહ એટલે અજ્ઞાન નાશ પામે છે.
અજ્ઞાન એટલે પેાતાના સહુજ સ્વરૂપના અસ્વીકાર.
અજ્ઞાન એટલે પાતાના સહજ સ્વરૂપને અસ્વીકાર અથવા પેાતાના સહેજ સ્વરૂપતુ વિસ્મરણુ, આ રીતે આત્માના સ્વરૂપને ભૂલી જવાથી આત્માએ અનંત કાળથી અનંત દુઃખ અનુભવ્યુ છે અને તે દુઃખ આત્માના જ્ઞાનથી જ ટળી શકે છે. આત્માના જ્ઞાન સિવાય કરાડા કલ્પ સુધી ગમે તેવા આકરા ઉપાયાથી પણ તે દુ:ખ ટળતુ નથી. તે અજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપી માહ અહિ તના ધ્યાનરૂપી પ્રકાશથી ટળે છે. અરિહંતના ધ્યાનથી પ્રથમ પેાતાના શુદ્ધ નિમલ સ્વરૂપના રુચિમાં અને જ્ઞાનમાં સ્વીકાર થાય છે અને પછી ધ્યાનમાં આગળ વધતાં વધતાં એક વખત અ'તે ધ્યાતા પાતે ક્ષાયિકભાવે ધ્યેયસ્વરૂપ બની જાય છે. એજ વસ્તુને ખ્યાલમાં રાખીને “ ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે *' એમ કહેવામાં આવ્યુ છે.
પરમાત્મપદપ્રાપ્તિની અમેધ પ્રક્રિયા.
જેમ સેકડા વખત પૂટ આપવાથી અભ્રકલમ મહાન રસાયણુ બની જાય છે, તેમ વારવાર આત્મામાં
Page #35
--------------------------------------------------------------------------
________________
e
અરિહંતપ્રભુના ધ્યાનરૂપી પૂટ આપવાથી, અથવા આત્માને અહિં તના ઉપયાગમાં સ્થિર કરવાથી, આત્મામાં વારવાર એનુ'જ સ્ફૂરણ ચાલુ રહેવાથી, તેના ચિંતનમાં જ સુસ્થિર એકાકાર, એકતાન, લયલીન થવાથી એક દિવસ આત્મા પેાતેજ પરમાત્મ સ્વરૂપ ખની જાય છે. પરમાત્મપદ પ્રાપ્તિની આ અમાદ્ય-કદિ પણ નિષ્ફળ ન જાય તેવી પ્રક્રિયા છે. શાસ્ત્રમાં તેને ઇલિકા-ભ્રમરી-ન્યાય દ્વારા પણ સમાવવામાં આવેલ છે. ભ્રમરીનું ધ્યાન કરવાથી જેમ ઈયળ ભ્રમરીસ્વરૂપ બને છે, તેમ પરમાત્માનુ` સતત ધ્યાન કરનાર આત્મા પણ પરમાત્મસ્વરૂપ બને છે.
આવું ધ્યાન પ્રાપ્ત કરવા માટે તેના પાયામાં બીજી પણ ઘણી ચાગ્યતા કેળવવી પડે છે. અને એ મા વિધિસર અભ્યાસ થયા હોય તેાજ ઉપર કહ્યું છે તેમ ચિત્ત ધ્યાનમાં એકાગ્ર બને છે, અને તેવા ચિત્તમાં જ પરમાત્મસ્વરૂપનું... પ્રતિબિબ પડે છે. તેથી અહીં નીચે ધ્યાનાભ્યાસના માર્ગમાં પ્રવેશ કરવા માટે તથા તેમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે જરુરી એવી કેટલીક ઉપયોગી ખાખતા જણાવીએ છીએ.
ક્રિયાભ્યાસ એ ધ્યાનના પાચા છે.
મકાનના પાયા જેટલેા મજબૂત હોય તેટલુ મકાન વધુ સલામત ગણાય છે. અને તેમાં વસવાટ કરનાર વધુ નિર્ભય રહે છે, તેમ ધ્યાનમાગ માં પાયાના સ્થાને છે. તેથી ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિ કરવાની ઈચ્છા રાખનારે પોતાના જીવનમાં નીતિ, ન્યાય,
ક્રિયાભ્યાસ એ
Page #36
--------------------------------------------------------------------------
________________
દયા, દાન, મંત્રી, પ્રમોદ, પ્રેમ, પરોપકાર, પ્રભુદર્શનપૂજનાદિ ક્રિયાઓને અભ્યાસ સતત અને નિયમિત રીતે ચાલુ રાખવું જરૂરી છે.
તે ઉપરાંત ગુરૂઉપદેશશ્રવણ-મનન તપ-જપ-વ્રતનિયમ-સ્વાધ્યાય- સંતોષ–સામાયિક-પ્રતિક્રમણ, આસન અને ધારણાદિના અભ્યાસમાં પણ યથાશકિત પિતાનું વીર્ય ફેરવવા સંદા સજજ રહેવું જરૂરી છે. અને ખાસ કરીને તમામ પ્રવૃત્તિમાં ઔચિત્યનું પાલન, ગુણવંતનું પાતંત્ર્ય અને પ્રજ્ઞાપનીયપણું આ ત્રણ ગુણેને આત્મસાત્ કરવા સવિશેષ ઉદ્યમશીલ રહેવું જોઈએ.
ઔચિત્યપાલન એ થાનમાર્ગની સૌથી પ્રથમ શરત છે. ઔચિત્યના પાલન વિના ધ્યાનમાર્ગમાં પ્રગતિની વાત તે દૂર રહી પણ પ્રવેશ પણ થઈ શકતું નથી. ઉચિત આવશ્યક કોઈપણ કાર્ય ન સીદાય અને ઉપકારી તથા વડીલ વર્ગને શકય સંતોષ આપીને તેમના હાર્દિકે આશીર્વાદ પ્રાપ્ત કરીને અને પિતાથી નાનાઓને પ્રસન્ન રાખીને તથા બીજા પણ પરિચયમાં આવતા સૌની સાથે ઔચિત્યપૂર્વકને વ્યવહાર જાળવવાપૂર્વક ઉચિત સમયે જ્યારે ધ્યાનને પ્રારંભ કરવામાં આવે છે, ત્યારે તેમાં સરળતાપૂર્વક પ્રવેશ થઈ શકે છે. કારણ કે ઔચિત્યપૂર્વક સક્રિયાઓના પાલન દ્વારા ધ્યાનમાં બાધક એવા . મળ, વિક્ષેપ આદિ દેશે પ્રતનું અર્થાત્ પાતળા પડે છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
te
સામાન્ય રીતે મનુષ્યનું ચિત્ત હમેશા રજોગુણ અને તમાર્ગુણુથી ઘેરાયેલુ' હાય છે. તેમાં રોગુણ ચિત્તને ચ'ચળ મનાવે છે અને તમાગુણુ ચિત્તને પ્રમાદી બનાવે છે. આવા ચંચળ અને પ્રમાદ્રી ચિત્તમાં શુભયાન પ્રવેશી શકતું નથી. ઉચિત અનુષ્ઠાન કરવાથી જ અંતઃકરણમાંથી તમેાગુણુ અને રજોગુણની માત્રા મઢ પડે છે અને સત્ત્વગુણની વૃદ્ધિ થાય છે, આ સત્ત્વ ગુણની વૃદ્ધિ થવાથી ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે છે કે જે પ્રસન્નતા ધ્યાનમાર્ગમાં આગળ વધવા માટે—યાનમાને પુષ્ટ કરવા માટે રસાયણનું કામ કરે છે. ચિત્તની પ્રસન્નતાને યાનના પ્રાણ પણુ કહી શકાય.
ધ્યાન માટે ચિત્તની પ્રસન્નતા અનિવાર્યું છે.
ધ્યાન માટે ચિત્તની પ્રસન્નતા અનિવાય છે. જે પરમતત્ત્વાની સાથે આપણે મીલન કરવું છે, તે મીલન આપણું ચિત્ત પ્રસન્ન હોય તેા જ થઈ શકે છે. કારણ કે પરમતત્ત્વ પાતે પ્રસન્નતાની પરાકાષ્ટાએ પહોંચેલા હોય છે. તેમની સાથે સજાતીયપણાના સ’બધથી જ મીલન થઈ શકે. તે માટે સાધકમાં પણ પ્રસન્નતાની માત્રા આછે-વત્તે અંશે પશુ પ્રગટ થયેલી હાવી જોઈએ. અને એટલા માટે જ “તેવા મૂત્વા રેવ યનેર્ ” અને “ સિદ્ધસ્ય ચઃ સ્વમાવ: સ્થાત, સૈવ સાપયેગ્યતા ।'' અર્થાત્ સિદ્ધમાં જે સ્વાભાવિક ગુણ હાય તેની ચાગ્યતા સાધકમાં હાવી જોઇએ એમ કહેવામાં આવ્યુ છે.
,,
Page #38
--------------------------------------------------------------------------
________________
ચિત્તની પ્રસન્નતા બે કાર્ય એક સાથે કરે છે. એક તે આત–રૌદ્રાદિ અશુભધ્યાનને તે રેકે છે અને બીજું ઉત્તમ ધ્યાનમાં આત્માને જોડે છે. તેથી ઉત્તમ ધ્યાનની પ્રાપ્તિમાં તે પ્રબળ હેતુ બને છે. જેમ યુદ્ધમાં ઉતરેલે શૂરવીર થોદ્ધો આગળ અને પાછળ બંને બાજુ લડે છે. દુમિનેને હટાવી આગળ-આગળને ન ન પ્રદેશ છતી પિતાના માલિકને વિજય પ્રાપ્ત કરાવે છે, તેમ ચિત્તની પ્રસન્નતા નામને ગુણ એક સાથે અને કાર્ય કરે છે. ચિત્તની પ્રસત્રતા એ આત્માની દિવ્ય સંપત્તિ છે. આપણી પાસે બીજું કાંઈપણ ન હોય અથૉત્ આ દુન્યવી એક પણ પદાર્થ ન હોય પરંતુ માત્ર એક ચિત્તની પ્રસન્નતા જ હોય તો પણ તે એક જ વસ્તુની કિંમત ત્રણ ભુવનના સમગ્ર બાહ્ય ઐશ્વર્ય કરતાં પણ ઘણી અધિક છે. ચિત્તની પ્રસન્નતા અસંખ્ય અશુભ સંકલ્પ-વિકલ્પોને શમાવી દે છે અને તે સાત્વિક, શુભ અને પવિત્ર ભાવનાનું બળ વધારે છે. પ્રસન્ન ચિત્ત દરેક વસ્તુમાંથી, દરેક સ્થાનમાંથી, દરેક અવસ્થામાંથી સારભૂત વસ્તુને ગ્રહણ કરી અસારને છોડી શકે છે. સંસારમાં સુખનું કેઈ એક જ કારણ ક૫વું હોય, તે તે ચિત્તની પ્રસન્નતા છે. અથવા સંસારમાં દુઃખતું કેઈ એક જ કારણ કલ્પવું હોય તે તે ચિત્તની સંકલિષ્ટતા છે. બીજા બધા કોની પરંપરા તે ચિત્તની ફલિષ્ટતામાંથી પાછલથી ઉત્પન્ન થાય છે. જેનું ચિત્ત પ્રસન્ન છે, તેને અહીં જ દિવ્ય સુખ છે. જેનું ચિત્ત અતિ કુલિષ્ટ છે તે અહીં જ નરક જેવી પીડા ભોગવી રહેલ છે, એમ કહી શકાય.
Page #39
--------------------------------------------------------------------------
________________
૨
બાહ્ય સ`પત્તિ પરાધીન છે. તે ઈચ્છા કરવા માત્રથી બધા મેળવી શકતા નથી. ચિત્તપ્રસન્નતા રૂપ અંતર’ગસ...પત્તિ સ્વાધીન છે. તેને અભ્યાસથી પ્રાપ્ત કરી શકાય છે. રાજા હાય કે રંક હોય પણ પ્રત્યેક આત્મામાં તે એકસરખી રીતે ઉત્પન્ન થઈ શકે છે. આ ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત કરવી તે પ્રત્યેક મનુષ્યના જન્મસિદ્ધ હક્ક છે. ભગવાને પણ ઉપદેશમાં એમ જ કહ્યું છે કે— જે પેાતાનું છે, જે સ્વાધીન છે, જે નિરુપાધિક છે, જે અનત છે અને જે અનુપમ છે તેને પ્રાપ્ત કરી. પછી બીજી' કાંઈ પ્રાપ્ત કરવાનુ રહેશે નહિ.
સકલ કલ્યાણપર પરાના હેતુ ચિત્તપ્રસન્નતા છે.
જેમને આ જન્મમાં જ પરમાત્માની સાથે એકાકાર થઈ આત્માના નિરુપાધિક આનંદને પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેમણે પ્રભુના “ અપાયાપગમ ' આદિ ચાર અતિશયાની ખરાખર સમજણુ ગુરુગમથી કરી લેવી જોઈએ. તે સમજણુ થયા પછી આપણને ખ્યાલ આવે છે કે “પ્રભુનું આલખન લેવા માત્રથી અનાદિ સ‘સારથી ઉત્પન્ન થયેલું. આપણું તમામ દુઃખ એકદમ કેવી રીતે નાશ પામી જાય અર્થાત પ્રભુ અનાયાસે કેવી રીતે આપણને અનત પ્રકારની યાતનાઓમાંથી ઉગારી લેવાની અચિત્ય શક્તિ ધરાવે છે,
7.
* तन्नामग्रहणमात्रा - दनादिसंसारसंभवं दुःखम् । भव्यात्मानामशेषं परिक्षयं
याति
सहसैव ॥
યોગશાસ્ત્ર ૧૧-૨૬
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૩.
અને ક્ષણમાત્રમાં કેવી રીતે આપણને અનંત સુખનું ભાજન બનાવે છે તે વાત બરાબર સમજાય છે.
પ્રભુને ભજો અને અનંત સુખ પામ ” “પ્રભુને ભૂલે અને નરક-નિગોદના અનંત કષ્ટ ભોગ” આવી જે સનાતન સત્ય વિશ્વ વ્યવસ્થા છે, તેની પ્રતીતિ પ્રભુના અતિશો આદિની પીછાણથી થાય છે. એ રીતે પ્રભુના અચિત્ય માહાભ્યને ખ્યાલ થતાં સાહજિક રીતે પ્રભુના પ્રભુત્વ પ્રત્યે અંતરંગ આદર ઉત્પન્ન થાય છે. અને સર્વત્ર પ્રભુને જ મહિમા દષ્ટિગોચર થાય છે. અને હૃદયના ઊંડાણમાં અનાયાસે એવી જાતના ભાવનાના તરંગો ઉછલ્યા કરે છે કે વાહ! પ્રભો વાહ! વાહ તારે અચિંત્ય પ્રભાવ ! વાહ તારી અનંત કરુણા ! પ્રભુ તુંહી તુંહી તુંહી, તુંહી, હે નાથ! “મારે એક તુજ શરણ છે ” હવે મને તારા શરણ અને સ્મરણ સિવાય બીજુ કાંઈ પણ જોઈતું નથી. પ્રતિસમય મારા હૃદયમાં આપની સ્મૃતિ સદા બની રહે ! એ જ એક મારી પરમ કામના છે. આ રીતે પ્રભુનું અર્ચિત્ય સામર્થ્ય ખ્યાલમાં આવતાં પ્રભુ પ્રત્યે આ અંતરંગ આદર ઉત્પન્ન થાય છે.
જ્યાં નિરુપાધિક હાર્દિક આદર હોય, ત્યાં સ્વાભાવિક રીતે રસ પણ ઉત્પન્ન થાય છે અને જ્યાં રસ હોય ત્યાં ચિત્તમાં પ્રસન્નતા પણ પ્રગટે છે. અને જ્યાં પ્રસન્નતા હોય જ વધુ માટે જૂએ આ પુસ્તકમાં આગળ આપવામાં આવેલ “સ્વમેવ રાઉં મમ” નામને નિબંધ.
Page #41
--------------------------------------------------------------------------
________________
ત્યાં સ્થિરતા થવી સહજ છે. તેનું જયારે દ્રવિત થાય છે અર્થાત્ પીગળે છે, ત્યારે જ તેને ઘાટ ઘડી શકાય છે, તેમ ચિત્તમાં જ્યારે પ્રસન્નતા-સિનગ્ધતા પ્રગટે છે, ત્યારપછી જ તેમાં સ્થિરતાને ઘાટ ઘડી શકાય. અને જ્યાં સ્થિરતા હોય ત્યાં એકાગ્રતા પણ સરળતાથી પ્રગટે છે. અને જ્યાં એકાગ્રતા હોય ત્યાં તન્મયતા પ્રગટ થવી સહજ છે. અને એ તમયતા અંતે લયમાં પરિણમે છે. આ લય અવસ્થા પ્રાપ્ત થયા પછી જ લકત્તર પરમ તની સાચી ઓળખાણ થઈ શકે છે.
પરમાત્વતવ આદિ કેટલાંક ત મનને અગોચર હેય છે, તેથી તેવાં તો માત્ર મનથી જાણી શકાતાં નથી પરંતુ પરમત પ્રત્યેની ધારણાદિના અભ્યાસના બળથી મન જ્યારે પ્રશાંત બને છે. અર્થાત મન લય પામે છે ત્યારપછી જ આત્માને અગમ્ય તાવની પ્રતીતિ થવા લાગે છે. આ તત્તવ પ્રતીતિ થવી એ જ મનુષ્યજન્મ પામ્યાનું સાચું અને પ્રધાન ફળ છે. તે તપ્રતીતિ કરોડો કલ્યાણને ઉત્પન્ન કરે છે. આનું પણ મુખ્ય કારણ ચિત્તની પ્રસન્નતા છે. એટલા માટે ચિત્તની પ્રસન્નતાને આત્માનું અંતરંગ ધન અને મોક્ષનો સાક્ષાત્ માર્ગ પણ કહેલ છે. ફલેશરહિત સુપ્રસન્ન મન એજ મોક્ષ છે એમ પણ કહેવામાં આવ્યું છે
* चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते । * માધેasawાનનમ્ | * ફલેશ રહિત મન તે ભવપાર
Page #42
--------------------------------------------------------------------------
________________
૧૫
યોગશાસ્ત્રમાં ચિત્તપ્રસન્નતાનું માહાભ્ય.
આપણા જેવા પ્રમાદી માટે ચિત્ત પ્રસન્નતા એક અતિમહત્વની વસ્તુ બને છે. ગિસમ્રા, કલિકાલ સર્વજ્ઞ ભગવાનશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પિતે ચેલા શ્રી યોગશાસ્ત્રના સ્વાનુભવ નામના બારમા પ્રકાશમાં એજ વસ્તુની અતિવિશદ રીતે સ્પષ્ટતા કરી છે. હિતેપદેશ આપતાં તેઓશ્રીએ ત્યાં અંતિમ શ્લેકમાં ફરમાવ્યું છે કે “ હે ઐશ્વર્યયુકત આત્મન ! સુખપ્રાપ્તિ અને દુખને દૂર કરવાના ઉપાયને તું જાણતું નથી. અને તેથી તું ધન. યશ, વિદ્યા,રાજ્ય અને સ્વર્ગાદિની પ્રાપ્તિ માટે તથા રાગ, દારિદ્ર, ઉપદ્રવાદિ અનર્થોને દૂર કરવાના અભિપ્રાયથી આત્મા સિવાયના પર પદાર્થોને પ્રસન્ન કરવાને વૃથા પ્રયત્ન કરી તારા આત્માને નાહક કષ્ટ આપી રહ્યો છે. અર્થાત્ ધનાદિના પ્રાપ્તિથી તને સુખ મળવાનું નથી અને રેગાદિના નાશથી પણ તારૂં મૂળ દુખ ટળવાનું નથી. સુખ અને દુખની ઉત્પત્તિનું મૂળ સ્થાન તું જાણતું નથી, તેથી ખોટા માર્ગે નિરર્થક પ્રવૃત્તિ કરી તું નાહક તારા આત્માને ફલેશ જ પમાડે છે. માટે એ બધુ છોડીને એક આત્માને જ પ્રસન્ન કર. અર્થાત્ આત્મામાંથી રજોગુણ અને તમે ગુણને દૂર કરી તેને જરા પ્રસન્ન કર. તું એ પ્રમાણે આત્માને પ્રસન્ન કરીશ તે તેનાથી સંપત્તિ તે શું પણ પરમતિ સ્વરૂપ પરમાત્માનું પ્રચૂર સામ્રાજ્ય તને
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થશે. ”
ચિત્ત પ્રસન્નતાને આ બધે પ્રભાવ વાણીથી ન વર્ણવી શકાય તે ગહન છે. એગિઓને આ જગતમાં સૌથી વધુ સુખી ગણવામાં આવે છે, ત્યાં પણ તેમને જે સુખ હોય છે, તે ચિત્તસ્વાશ્યના ઘરનું જ સુખ હોય છે.
આ ચિત્ત પ્રસન્નતા અકસ્માત પ્રાપ્ત થતી નથી, પણ ઉપર કહ્યું છે, તેમ જિનાજ્ઞાપાલનના પરિણામપૂર્વક દીર્ઘ કાલ સુધી આદરપૂર્વક ક્રિયા યોગના અભ્યાસથી જ સુલભ બને છે. શ્રી જિનાજ્ઞાપાલનના પરિણામે શીધ્ર ચિત્ત પ્રસન્નતા પ્રગટે છે. ચિત્ત પ્રસન્નતાને એ રાજમાર્ગ છે. ધર્માનુષ્ઠાનને કોઈ વાસ્તવિક માપ દંડ હોય તે તે ચિત્તપ્રસન્નતા છે. શ્રી જિનાજ્ઞા પાલનપૂર્વક એક નાનામાં નાની ક્રિયા થાય તે પણ ચિત્તપ્રસન્ન થયા વિના રહે નહિં. ધર્માનુષ્ઠાન કરવા છતાં પણ જ્યાં સુધી ચિત્તપ્રસન્નના પ્રગટે નહિં ત્યાં સુધી સમજવું કે કયાંક ને કયાંક જિનાજ્ઞાપાલનમાં ખામી રહી ગઈ છે. જિનાજ્ઞાનું પાલન થાય અને ચિત્તપ્રસન્ન ન બને એ કદિ પણ બને જ નહિં. જિનાજ્ઞા
* तांस्तानापरमेश्वरादपि परान् भावः प्रसाद नयन् ,
तैस्तैस्तत्तदुपायमूढ ! भगवन्नात्मन् किमायास्यसि । हंतात्मानमपि प्रसादय मनाग् येनासतां संपदः, साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ।।
યોગશાસ્ત્ર ૧૨-૫૪
Page #44
--------------------------------------------------------------------------
________________
પાલનનું રોકડું તાત્કાલિક ફળ ચિત્તની પ્રસન્નતા છે, અને, પરંપરક ફળ સ્વર્ગ અને મોક્ષ છે. *
દયાન માટેનું પુણાલંબન. આ નિબંધમાં મુખ્ય વિષય ધ્યાનને છે તેથી તે અંગે એક અગત્યનું સ્પષ્ટીકરણ કરવાની અહીં ખાસ જરૂર છે. અને તે એ છે કે ધ્યાનના પ્રાથમિક અભ્યાસ માટે સૌથી શ્રેષ્ઠ આલંબન સમવસરણુસ્થિત શ્રી જિનેશ્વર ભગવંતનું રૂપ અથવા અષ્ટપ્રાતિહાર્યયુક્ત શ્રી તીર્થકર ભગવંતનું બિંબ છે. તે આલંબન એવું અચિંત્ય પ્રભાવથી યુક્ત છે કે ધ્યાન પિપાસુ અથ આત્મા તે આલે. બન દ્વારા વધુ સરળતાથી ધ્યાનમાગમાં આગળ વધી શકે છે. બીજા આલંબન કરતાં આ આલંબન વિશેષ પુષ્ટ આલંબન છે. પ્રમાદગ્રસ્ત જીવને આલંબન જેટલું પુષ્ટ હોય છે, તેટલું વધારે અનુકૂલ પડે છે. જે સિદ્ધયોગી છે તે તે માત્ર એકાદ પવિત્ર પદના આલંબનથી પણ પ્રકાશ પ્રાપ્ત કરી શકે છે. પણ પ્રારંભિક અભ્યાસી માટે આલંબન જેટલું વિશેષ આહલાદક હોય છે, તેટલે તેને વિશેષ ભાલ્લાસ પ્રગટે છે. ચિત્તને સ્થિર થવા માટે જેટલી
* આણુપાલન ચિતપ્રસન્ની, મુગતિ, સુગતિ સુરમંદિર રે.
–શ્રી આનંદઘન ચેવિશી UFઆ વિષયને વિશેષ જાણવા માટે જુઓ રૂપથ ધ્યાન ૧. રૂપથ
: ધ્યાન ૨.
Page #45
--------------------------------------------------------------------------
________________
૧
સામગ્રી જોઇએ તેટલી તમામ સામગ્રી સમવસરણુસ્થ પ્રભુનાં રૂપમાં તથા અષ્ટપ્રાતિહા યુક્ત જિનપ્રતિમામાં સુદર રીતે સગ્રહીત થયેલી છે, તેથી તેમાં મન પ્રાયઃ સરળતાથી લીન થઈ શકે છે. પણ એવી સામગ્રી જેને ઉપલબ્ધ ન હોય તે આત્મા પ્રતિહાય રહિત કેવળ પ્રતિમાનું પણ ધ્યાન કરી શકે છે.
સમવસરણુસ્થ શ્રી જિનેશ્વર ભગવતના રૂપનું કે શ્રી જિનમૂર્તિનું ધ્યાન કેવી રીતે કરવું તે જાણવા માટે ચાગશાસ્ત્રના નવમા પ્રકાશ અનુભવી ગુરુ પાસે ખરાખર સમજી-વિચારી લેવા જોઈએ. તેમાં જે રીતે સુદર પદ્ધતિસર દયાન કરવાની પ્રક્રિયા સમજાવવામાં આવી છે, તે રીતે અભ્યાસ કેળવવા જોઇએ. શકયતા હોય તે તે આખું પ્રકરણ ( નવમા પ્રકાશ સપૂર્ણ ) કઠસ્થ કરી તેના નિત્ય સ્વાધ્યાય કરી તે આખા પ્રકરણને પાતાના નામની જેમ આત્મસાત્ મનાવી લેવા જોઈએ. અનુપ્રેક્ષા પૂર્વક વારવારના પરાવર્તન પછી એવા સમય પણ આવે છે કે એના પાઠ કરતાં કરતાં પણ આત્મા સમાધિરસમાં ઝીલવા માંડે છે.
પ્રાર’ભમાં કાઈ પવિત્ર તી ભૂમિમાં જઈ અને તેમાં પશુ સુંદર લક્ષણવંત ભવ્ય પ્રાચીન ખિ`ખની સન્મુખ નિરુપાધિક જીવનવાળા બની વિષય-કષાયથી દૂર રહેવા પૂર્ણાંક શકયતા હોય તેા અનુભવી ગુરુની નિશ્રામાં રહી સ્થિરતાપૂર્વક ધ્યાનના અભ્યાસ કરવા જોઈએ.
આ એક અનુભવસિદ્ધ હકીકત છે, કે— ઉત્તમ
Page #46
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની આત્મા ઉપર ઘણી સારી અસર પડે છે. તેમાં પણ ધ્યાન ટાણે તેવા નિમિત્તાની વધુ આવશ્યકતા રહે છે, કારણ કે તે આરોહણને માગ છે. સામા પૂરે તરવા જેવું કઠિન કામ છે, પ્રારંભિક અવસ્થાઓમાં માત્ર પોતાના એકલાના પ્રયત્નથી જ સિદ્ધિ સાંપડતી નથી. પણ બીજા અનેક ઉત્તમ આલંબનની તેમાં જરૂર પડે છે.
કદાચ પવિત્ર તીર્થ આદિની બધી સામગ્રીની અનુ કુલતા ન હોય તે પિતાના ગામના જ મંદિરમાં જે વખતે શાંતિપૂર્વક ધ્યાન થઈ શકે તે સમય પસંદ કરી ત્યાં ધ્યાનને અભ્યાસ કર જોઈએ.
અને તેવી પણ અનુકુળતા ન હોય તે પિતાના ઘરમાં જ એક પવિત્ર ઓરડામાં ભગવાનના ચિત્રપટની સ્થાપના કરી તેની સામે યોગ્ય સમયે યાનને અભ્યાસ કરે જોઈએ. અભ્યાસ આદરપૂર્વક ચક્કસ સમયે અને નિયમિત કરે જોઈએ. પ્રારંભ કર્યા પછી તેમાં આંતરૂં ન પડે તેની પૂરી કાળજી રાખવી જોઈએ.
અભ્યાસ દ્વારા જ્યારે હૃદયકમળ કે ચિત્તભૂમિમાં જે મૂર્તિ કે ચિત્ર વિના પણ આલંબનની માનસિક કલ્પના કરીને આલંબનને ખ્યાલ લાવી શકાય તે ત્યારપછી અનુકૂલતા મુજબ ગમે ત્યારે રાત્રે કે દિવસે આંખ બંધ કરીને હદયકમલ આદિ શરીરના સ્થાન ઉપર ધ્યાન ધરી શકાય. * આ અંગેની વિશેષ જાણકારી માટે “નમસ્કાર ચિંતામણિ અને
સાધના પ્રકાશ” પુસ્તક જેવા ભલામણ છે,
Page #47
--------------------------------------------------------------------------
________________
' અને પછી ધીમે ધીમે મૂર્તિને બદલે હદયકમલમાં અક્ષરેની કલ્પના કરી તેમાં મનને જોડવું. સારી રીતે અભ્યાસ થઈ ગયા બાદ મૂર્તિ કરતા કહ્યું ” આદિ અક્ષરોમાં મન જોડવાથી વધુ સૂક્ષમ ધ્યાન થઈ શકે છે અને તેમાં પણ વધુ એકાકારતા આવતાં એથી પણ વધુ સૂમ ધ્યાન નિયમિત અભ્યાસ દ્વારા શક્ય બની શકે છે. તે માટે હદયના આદરપૂર્વકના દીર્ઘકાળ સુધીના સતત અભ્યાસની જરૂર છે.
ઉપસંહાર મુનિઓ અને શ્રાવકો માટે જૈનશાસનમાં ફરમાવેલી તમામ બાહ્ય ક્રિયાઓ અને તમામ ધર્માનુષ્ઠાને અંતે તે
ધ્યાનગની સિદ્ધિ માટે છે. આ ધ્યાનયોગ માં મુખ્ય વસ્તુ મનની પ્રસન્નતા છે અને મનની પ્રસન્નતા અહિંસાદિ મૂલ ગુણના પાલનથી તથા સ્વાધ્યાયાદિ વિશુદ્ધ ક્રિયા અનુષ્ઠાનથી સિદ્ધ થાય છે ક ક્રિયા અનુષ્ઠાનો સાધનના * પરમાત્માને મનમંદિરમાં પધરાવવા માટે સાધકે કેવી રીતે પ્રણિધાનપૂર્વક હાદિક પ્રાર્થના કરવી જોઈએ અને ભાવના ભાવવી જોઈએ તે માટે જુઓ “પ્રભુને મનમંદિરમાં પધરાવવા માટે હાર્દિકે પ્રાર્થના” એ મથાળા નીચેનું સમગ્ર લખાણ. * मूलोत्तरगुणाः सर्वे, सर्वा चेयं बहिष्क्रिया ।
मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमोरिता ॥ १ ॥ मन प्रासादसाध्योऽत्र, मुक्त्यर्थ ज्ञानसिद्धये । अहिंसादिविशुद्धेन, सोऽनुष्ठानेन साध्यते ॥ २ ॥
મિતિ થા”
Page #48
--------------------------------------------------------------------------
________________
સ્થાને છે અને ધ્યાનશુદ્ધિ એ સાધ્યના સ્થાને છે. મોટા મહેલ ઉપર ચડવું હોય તે નિઃસરણ એ સાધન છે અને મહેલ ઉપર પહોંચવું એ સાધ્ય છે. સાધન જે સાધ્યની સિદ્ધિમાં નિમિત્ત બને તે જ તેનામાં વાસ્તવિક સાધન પણું ઘટી શકે. પણ સાધનમાં જ જે અટવાઈ જવાનું બને અને સાધ્ય જ સર્વથા ભૂલાઈ જાય તો તે કિયા લક્ષ્યવિહેણી બની જવાથી તેનામાં વાસ્તવિક સાધનપણું ઘટી શકે નહિં. એટલા માટે સાધ્યના લક્ષ્ય પૂર્વક શુભમાં જે પ્રવૃત્તિ થાય છે, તે ક્રિયા જ ભવસાગર તરવા માટે સમર્થ બની શકે છે.
સાધ્યના લક્ષયપૂર્વક વિધિપૂર્વકની ક્રિયા દ્વારા જ્યારે થાનગની શુદ્ધિ થાય છે ત્યારે આત્માને અહીં જ અનુભવમાં આવી શકે તેવી અનેક પ્રકારની પ્રતીતિએ આપોઆપ-પિતાની મેળે જ પ્રગટ થવા લાગે છે. અષ્ટ સિદ્ધિ અને નવનિધિ એ બધું પણ કાંઈ બહાર નથી. બધું આત્મામાં જ છે કે તેને વિધિપૂર્વક પ્રગટ કરવાની જરૂર રહે છે. અને અનુભવીઓ કહે છે કે ધ્યાન દ્વારા અચૂક રીતે તે પ્રગટ થાય છે. એજ વાતને પૂર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મ. પોતાના ટંકશાળી વચને દ્વારા સ્પષ્ટ રીતે ફરમાવે છે કે– હે ભવ્ય છે ! તમે શ્રી વીર જિનેશ્વરના આ ઉપદેશને ચિત્ત દઈને સાંભળો. કરૂણા
* અષ્ટક સકલ સમૃદ્ધિની ઘટ માંહે ઋદ્ધિ દાખી રે.
Page #49
--------------------------------------------------------------------------
________________
ર
સાગર એ ભગવ ́ત ક્રમાવે છે કે આત્માના ધ્યાનથી આત્માની તમામ ઋદ્ધિ પેાતાની મેળે આવીને મળે છે.
ધ્યાનમાર્ગમાં આગળ વધવાની ઈચ્છા રાખનારે ધ્યાન સિવાયના કાળમાં પણ પેાતાના જીવનનુ' એવી રીતે ઘડતર કરવુ' જોઈએ કે તેને પ્રત્યેક ક્રિયામાં પચ પરમેષ્ઠિ ભગવાનું અથવા તેનું પ્રથમ પદ શ્રી અરિહંત પરમાત્માના ગુંથેનુ સ્મરણુ રહ્યા જ કરે છે.× જેને જે વસ્તુ સિદ્ધ થઇ હોય તેનુ' સ્મરણ કરવાથી, ચિત્તમાં તેમના પ્રત્યેની ભક્તિ જાગૃત કરવાથી સરળતાપૂર્વક તે કાર્ય સિદ્ધ થાય છે. પ્રભુના ગુણના ધ્યાનના નિમિત્તથી તપ, જપ અને ક્રિયા ફળ આપે છે.
આ સમગ્ર લખાણમાં વાંચવા કરતાં વિચારવાનું ઘણું જ છે. અથવા એનાથી પણ આગળ વધીને કહેવુ હાય તા આ વિષય માત્ર વાંચવા-વિચારવા માટે જ નથી પણ ચિંતન-મનન પછી તેને અનુભવ કરવા માટે છે. અનુભવ કરવાથી જ આ પદાર્થો સ્પષ્ટ સમજી શકાય તેવા છે.
* શ્રી વાર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત લાકરે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઇ રે.
× આ માટે જુએ ‘નમસ્કાર મહામંત્રનેા પ્રભાવ,
મૈં તપ, જપ, ક્રિયા ફળ દીયે, તે તુમ ગુણુ ધ્યાન નિમિત્ત હૈ. —ઉપા૦ શ્રીમદ યશે.વિજયજી મહારાજ,
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૩
આપણે સૌ પ્રભુ-આજ્ઞા-પાલનના રસિક થઈ કુશલાનુબંધી અનુષ્ઠાનમાં એકતાન ખની મનપ્રસન્નતા કેળવી, નિમલ ધ્યાનના આલેખન દ્વારા સર્કલ કમ મળના ક્ષય કરી આત્મિક પરમાનદના ભક્તા બનીએ એ જ મગલ મનાકામના.
wwwwwww
www.
wwwwwww
અરિહંતના ચાર અતિશયા. ( સંક્ષેપમાં)
I
(૧) અપાયાપગમાતિશય—અપાય એટલે ઉપદ્રવ, તેને અપગમ એટલે નાશ. ભગવત જ્યાં જ્યાં વિચરતા હૈાય ત્યાં ત્યાં દરેક દિશાએ પચીસ પચીસ યેાજન તથા ઉપર અને નીચે સાડાબાર સાડાબાર મળી સવાસેા ચેાજનમાં પ્રાયઃ રાગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ આદિ થાય નહિ. (૨) જ્ઞાનાતિશય—ભગવાન કેવળજ્ઞાન દેવળદને કરી સ લેાકાલેાકના ત્રણેય કાળના સર્વ ભાવે। જાણે છે, દેખે છે. એમનાથી કઇ ખાતું નથી.
(૩) પ્રજાતિશય—ભગવાનને બળદેવ, વાસુદેવ, ચક્રવત તથા ચાર નિકાયના—ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી, અને વૈમાનિક દેવતાએ તથા તેમના ઈન્દ્રો વગેરે જગત્રયવાસી ભવ્ય જીવ! પૂજે છે અને તેમની સેવા કરે છે.
(૪) વચનાતિશય ભગવંતની વાણી સંસ્કારાદિક ૩૫ ગુણાએ સહિત હાવાથી દેવ, મનુષ્ય, તિર્યંચ સ` કાઇ પાતપોતાની ભાષામાં સમજી શકે છે.
વિશેષાર્થીએ વીતરાગ તેત્રાદિ અન્ય ગ્રન્થા જોવા.
I
wwwwww.
Page #51
--------------------------------------------------------------------------
________________
રૂપસ્થ ધ્યાન—૧
( કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ'દ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રના ૯ મા પ્રકાશને આધારે. )
સમવસરણમાં બિરાજમાન
શ્રી અરિહંત પ્રભુના રૂપનું ધ્યાન,
શ્રી અરિહ'ત ભગવંતા કે જે માક્ષલક્ષ્મી પ્રાપ્ત કરવાની હવે તૈયારીમાં છે, સમગ્ર કર્માના જેમણે વિનાશ કર્યો છે, ધમ દેશના આપતી વખતે દેવાએ કરેલા ત્રણ પ્રતિષિમ સહિત ચાર મુખવાળા છે, જેએા ત્રણ ભુવનના સર્વ જીવાને અભયદાન આપવાવાળા છે, ચાંદ્રમ`ડળ સમાન ઉજ્જવલ ત્રણ છત્રા જેમના મસ્તક ઉપર શાભી રહ્યા છે, સૂર્ય મંડલની પ્રભાને પણ ઝાંખુ પાડે તેવું અત્ય’ત તેજસ્વી, ભામડલ જેમની પાછળ ઝળઝળાટ કરી રહ્યું છે, જેમની સામ્રાજ્યસ ́પત્તિને ઘાષ દિવ્ય દુદુભિ વડે થઈ રહ્યા છે, શબ્દ કરતા ભ્રમરાના ઝંકારથી જાણે અશેાકવૃક્ષ વાચાલિત થયા હાય તેમ શેાભી રહ્યા છે. વચમાં સિહાસન
Page #52
--------------------------------------------------------------------------
________________
ઉપર તીર્થંકર મહારાજા બિરાજેલા છે, બે બાજુ ચામરે વિંઝાઈ રહ્યા છે, નમસ્કાર કરતા સુરાસુરના મુકુટમણિઓથી જેમના પગના નખની કાંતિ પ્રદીપ્ત થઈ રહી છે, દિવ્ય પુષ્પોના સમૂહથી જેમની સભાની જમીન ઢંકાઈ ગઈ છે, ઉંચી ડોકે કરીને એક્તાન થઈને મૃગાદિ પશુઓના સમૂહ જેમના મધુર અવનિનું પાન કરી રહ્યા છે, અર્થાત્ પ્રભુની દેશના સાંભળી રહ્યા છે, સમવસરણમાં રહેલા અરિહંત પરમાત્માની આસપાસ દેવ, મનુષ્ય અને તિર્યંચને સમૂહ એકત્રિત થયે છે, સિંહ તથા હાથી વગેરે પ્રાણીઓ પિતાના સ્વાભાવિક વૈરભાવને ભૂલીને પ્રભુના સાંનિધ્યમાં શાંત થઈને બેઠેલા છે, પ્રભુ સર્વ અતિશથી અને પરિપૂર્ણ કેવળજ્ઞાનથી શેભી રહ્યા છે, આવી રીતે સમવસરણમાં રહેલા અરિહંત પરમાત્માના રૂપનું આલંબન લઈને ધ્યાન કરવું તેને રૂપસ્થ દયાન કહેવાય છે.
પ્રભુની પ્રતિમાથી રૂપસ્થ ધ્યાન,
એજ પ્રમાણે શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રતિમાના રૂપનું ધ્યાન કરનારો આત્મા પણ રૂપથ ધયાન કરનાર, કહેવાય છે. પ્રતિમાજીનું ધ્યાન કરતી વખતે આ પ્રમાણે ચિંતવવું. શ્રી જિનેશ્વરભગવાનની પ્રતિમા રાગ, દ્વેષ, મહામહ આદિ વિકારના કલંકથી રહિત છે, શાંત છે, કાંત છે અને મને હર છે, સર્વ ઉત્તમ લક્ષણોથી લક્ષિત છે, અન્ય તીર્થવાળાઓથી અપરિજ્ઞાત એવી એગ મુદ્રાની અર્થાત્ ધ્યાનમુદ્રાની મને હરતાને ધારણ કરનારી છે, આંખને મહાન
Page #53
--------------------------------------------------------------------------
________________
આનંદ અને અદભૂત સ્થિરતા આપનાર છે, એવી શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમાનું નિર્મલ મન વડે અને એકાગ્ર દેષ્ટિથી ધ્યાન ધરનાર આત્મા રૂપસ્થ ધ્યાનવાન કહેવાય છે.
તાત્પર્ય એ છે કે શ્રી જિનેશ્વર ભગવાનની પ્રશાંત મનહર અને આનંદી મૂર્તિની સન્મુખ ખુલ્લી આંખ રાખી એક દષ્ટિથી જોઈ રહેવું. આંખ મીંચવી કે હલાવવી નહિં, તેમ કરતાં શરીરનું પણ ભાન ભૂલી જઈ ધ્યાનની એક નવીન દિશામાં પ્રવેશ કરાય છે. જેમાં અપૂર્વ આનંદ અને કર્મની નિર્જરા થાય છે, તે દશાવાળાને રૂપસ્થ દયાન કહેવાય છે.
રૂપસ્થ ધ્યાનનું ફળ :આ રૂપસ્થ ધ્યાનના અભ્યાસ વડે પિતાના ધ્યેય સાથે તન્મયતાને પામેલ સાધક પોતાના આત્માને સકુટ પણે સર્વજ્ઞરૂપ બનેલે જુએ છે. તથા “સર્વજ્ઞ ભગવાન હું પોતે જ છું ? એમ નિશ્ચલપણે જાણે છે. આવી તન્મયતાને પામેલ સાધક સર્વને જાણનાર મનાય છે. નિયમ એ છે કે વીતરાગ પરમાત્માનું આલંબન લઈને ધ્યાન કરનાર આત્મા વિતરાગ થઈને મુક્ત થાય છે. (તે માટે વીતરાગનું ધ્યાન અત્યંત હિતકારી છે.) અને રાગીનું આલંબન લઈ ધ્યાન કરનાર આત્મા રાગવાન બની ક્ષેમ એટલે કે ચંચળતાને પામે છે. જેમ સ્ફટિક મણિ જે જે પદાર્થોની સાથે યોગ પામે છે તે તે રૂપ તે પોતે પણ બની જાય છે, તેમ ધ્યાન કરનાર આત્મા પણ જે જે ભાવનું ધ્યાન કરે છે, તે તે ભાવની સાથે તન્મય-તકૂપ બની જાય છે. એટલા
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૭
માટે કૌતુકની ખાતર અર્થાત્ કુતુહલ કે પરીક્ષા કરવા માટે પણ સાધકે અસદ્ ધ્યાનાનું આલંબન લેવું નહિ. કારણ કે તે અસદ્ ધ્યાના સેવવાથી તે પેાતાના જ વિનાશ માટે થાય છે. માક્ષનું જ આલખન લેનારને બધી ખાદ્ય સિદ્ધિઓ સ્વય' પેાતાની મેળે જ સિદ્ધ થાય છે. ( સ્ત્રય વરા થઈને પાતે જ તેને વરે છે.) જ્યારે તે સિવાયના ઈરાદે ધ્યાન કરવાથી સિદ્ધિએ સિદ્ધ થાય કે ન પણ થાય. ( સિદ્ધ થાય જ એવું નક્કી નથી. ) તેથી તેમાં સ ંદેહ છે, પણુ માક્ષપ્રાપ્તિના લાભરૂપ પાતાના શ્રેષ્ઠ પુરુષાથ થી વંચિત રહેવારૂપ નુકશાન તા અવશ્ય થાય છે, એટલા માટે ક ક્ષયને અર્થે પ્રયત્ન કરવા એજ સૌથી શ્રેષ્ઠ પુરુષાર્થ છે.
E.
F
-
પ્રભુનાં રૂપસ્થ ધ્યાનના મહિમા
રૂપ અનૂપ નિહાળી, સુમતિ જિન ! તાહરૂ', છાંડી ચપળ સ્વભાવ, ઠયું. મન માહેરૢ'; રૂપી સ્વરૂપી નહાત, જો જગ દ્વીસતુ, તા કુણુ ઉપર મન્ન, કા અમ હીંસતું. હીંસ્યા વિષ્ણુ ક્રિમ શુદ્ધ-સ્વભાવને ઇચ્છતા, ઈચ્છવા વિષ્ણુ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા; પ્રીયા વિણ ક્રિમ ધ્યાન-દશામાંહિ લાવતા, લાવ્યા વિણુ રસસ્વાદ, કહા કિમ પાવતા. ભક્તિ વિના નવિ મુક્તિ, હુવે કાઈ ભગતને, રૂપી વિના તે। તેડુ હુવે ક્રિમ વ્યક્તને; તે માટે તુજ પિંડ, ઘણા ગુણુકારણેા, સેન્ચે યા હુયે, મહાભય વારણા. પૂ॰ ઉપાધ્યાય શ્રી માનવિજયજી ગણિકૃત ચાવિશીમાંથી
Page #55
--------------------------------------------------------------------------
________________
રૂપસ્થ ધ્યાન–ર
(આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ૦ કૃત શ્રી પાઠશક ગ્રંથના આધારે )
શ્રી જિનેશ્વર ભગવંતનું રૂપ કેવું છે?
જગતના સર્વ જીવોને હિતકર! અનુપમ! જેના સાંદર્યના તેલે કઈ ન આવી શકે તેવા અદ્ભુત અતિશથી સભર ! આમર્ષ ઔષધિ આદિ લબ્ધિઓથી નિર્ભ૨! સોહામણા સમવસરણમાં અશોકવૃક્ષ અને છત્રત્રયીની નીચે દેવનિર્મિત સ્ફટિકમય સિંહાસન પર બિરાજમાન! કરડે દે પ્રભુની સેવાના કેડથી દેડી આવ્યા છે! જયનાદેને ગજારવ કરી રહ્યા છે, મંગળ શબ્દો ઉચ્ચારી રહ્યા છે ! ચેસઠ ઈન્દ્રો પ્રભુચરણોમાં નમી પડ્યા છે. ત્રણ ભુવનની સંપત્તિ પ્રભુ ચરણેમાં તૃણતુલ્ય દેખાય છે! અલાનપણે જગજજતુઓના કલ્યાણમાર્ગમાં પ્રવૃત્ત ! સર્વ જીવે પિતપોતાની ભાષામાં સમજી શકે એવી અલૌકિક ધર્મદેશના
જ સમવસરણરથ શ્રી જિનેશ્વર ભગવંતના રૂપનું ધ્યાન.
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૯
આપતું અત્યંત મનોહર પરમાત્માનું સ્વરૂપ ! માનસિક સર્વ પીડાઓને શમાવવા માટેનું પરમ ઔષધ ! સર્વ સંપત્તિઓનું અવંધ્ય બીજ ! ચકાદિ એક હજાર ને આઠ લક્ષણથી લક્ષિત ! આ રૂપ ખરેખર! સતિશય પુણ્ય તીર્થકર નામકર્મથી આકર્ષાયેલા શાંત પવિત્ર પરમાણુ એથી નિર્મિત છે! સાચે જ આ રૂપ મૃત્યુલેકના ભવ્યા ત્માઓને પરમપદપ્રાપ્તિ કરાવવાનું અમોઘ સાધન છે! અસાધારણ પ્રભાવવંતુ છે! દે, વિદ્યાસિદ્ધ અને મંત્રસિદ્ધ પુરૂષ તેમ જ યોગીજનેથી વંઘ છે! વરેણ્ય છે !
પૂજ્ય છે!
આવી રીતે સમવસરણમાં બિરાજમાન શ્રી જિનેશ્વર દેના રૂપનું ધ્યાન કરવું તેને રૂપસ્થ યાન કહેવાય છે.
ભગવાન કેવા છે ? હે...ભગવાન આપ પરમ પૂજ્ય છો. હે ભગવાન આપ પરમ સેવ્ય છે. હે.. ભગવાન આ૫ પરમ ઉપાય છે. હે...ભગવાન આપ પરમ આરાધ્ય છે. હે...ભગવાન આપ પરમ દયેયરૂપ છો. છેભગવાને આપ પરમ પિતા છે. હે ભગવાન આપ પરમ ઈષ્ટ છે. હે.ભગવાન આપ પરમ શબ્દ છે. હે... ભગવાન આપ પરમ જ્ઞાની છે. હે ભગવાન આ૫ પરમ સુખી છો. હે...ભગવાન આ૫ ૫રમ નીરોગો છો. ..ભગવાન આપ તો ગુણગણુના ભંડાર છો. હે ભગવાન આપ પરમ ધીર છો. હે..ભગવાન આપ પરમ શાંત છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
અંતરંગ દોષોને ટાળવા તથા ગુણોની પ્રાપ્તિ માટે પરમાત્મા પ્રતિ હાર્દિક પ્રાર્થના - - હે દયાળુ પ્ર મારી નીચેની અભિલાષાઓ આપના પ્રભાવથી સફળ થાઓ, એવી હું આપને પ્રાર્થના કરૂં છું. | હે મારા નાથ ! મારે એ દિવસ કયારે આવશે કે પૌગલિક ઈચ્છામાત્રને સર્વથા તજીને હું આપની પવિત્ર આજ્ઞાનું અખંડ પાલન કરીશ!
કયારે હું ક્ષણિક કામનાઓને અને અન્ય કીર્તિમાન-નામના-પ્રતિષ્ઠા આદિ પ્રલોભનેને સર્વીશ ત્યાગ કરી આપની નિર્નિદાન અનન્ય પ્રેમથી ભક્તિ કરીશ ! હે પ્રભો! જ્યારે હું સ્વાર્થ માત્રને ત્યાગ કરી આપના ગુણોનું ગાન કરીશ ! કયારે હું વાસના મુક્ત થઈ આપનું ધ્યાન ધરીશ? કયારે હું ઇદ્રિ રૂપી અને કાબુમાં રાખી આપનું સ્થિરતા પૂર્વક ચિંતવન કરીશ ! મનરૂપ મર્કટને વશમાં રાખી કયારે હું આપના સવરૂપમાં તન્મય થઈશ ! અને કર્મરૂપી અરિને પરાજય કરી કયારે હું આપના જે અજિત બનીશ ! દોષમાત્રને ત્યાગ કરી કયારે હું આપના જેવો નિર્દોષ થઈશ !
Page #58
--------------------------------------------------------------------------
________________
૩૧
હું નિષ્કંલક પ્રભા ! એવી પળ કયારે આવશે કે જ્યારે મારા રૂંવાડે રૂંવાડે આપના પ્રત્યે અન'તગુણી પ્રીતિ વિસ્તાર પામશે. મારા લોહીના પ્રત્યેક રજકણમાં આપનુ નિલ નામ લખાઈ જશે. પ્રત્યેક નસમાં આપના ગુણાની જ સ્ફુરણા થયા કરશે. હાડકાના ઉંડામાં ઉંડા ભાગમાં આપની નિર્મળ આજ્ઞાનું પાલન કરવાની અભિલાષા ઘર કરી રહેશે. દેહના તમામ રજકણે આપની આજ્ઞા પ્રમાણે જ પ્રવશે, મનના સર્વ વિચાર। આપની આજ્ઞાને અનુકુલ જ હશે. અને વાણીના સઘળાએ ઉદ્ગારા આપના શાસનના પ્રભાવના વિસ્તાર કરવામાં જ પ્રવૃત્તિ કરશે. અહા ! તે ઘડી, તે પળ, તે કલાક, તે ક્ષણને હું ધન્ય ગણીશ કે જે સમય આપની આજ્ઞાની આરાધનામાં પસાર થશે. હે શરણાગતવત્સલ પ્રભા ! એવા દિવસ કયારે આવશે કે જ્યારે આપના નામસ્મરણ સિવાય જગતની કાઈપણુ વસ્તુ મને ગમશે નહિં, આપની સ્તુતિ વિના અન્ય કાર્યાં મને પસંદ પડશે નહિ', આપના ભજન કીર્તન વિના અન્ય કાઇ પણ કાર્ય મને આહ્લાદ ઉત્પાદક ખનશે નહિ. અને આપની આજ્ઞાના પાલન વિના બીજુ કાઈ કાય ગમશે નહિ'
હે દેવાધિદેવ ! મારા એવા દિવસ કયારે આવશે કે ખાતાં, પીતાં, બેસતાં, ઉઠતાં, સુતાં, જાગતાં, હાલતાં, ચાલતાં, લેતાં રૅતાં, નિદ્રામાં કે સ્વપ્નમાં કે સર્વ અવસ્થામાં આપની જ રટના ચાલુ રહેશે. હે નાથ ! હુ એવા સમય કયારે પ્રાપ્ત કરીશ કે જ્યારે આપના વિના મને આપુ' જગત
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૨
અસાર લાગશે, આપના ગુણકીર્તન વિના ત્રણ લોકની સાહ્યબી સંપત્તિ વિપત્તિરૂપ લાગશે અને આપને ધ્યાન વિના જગ તના તમામ વ્યવહારે કષ્ટદાયક લાગશે.
આ રીતે પ્રણિધાનપૂર્વક નિત્ય પ્રાર્થના કરવાથી આરાધનાના માર્ગમાં આવતા ઘણા વિદને નાશ પામે છે. અને મનમાં નિત્ય નવિન નવિન પ્રશસ્ત ભાવને ઉદય થાય છે. મંગળની પરંપરા વૃદ્ધિ પામે છે અને દીર્ઘકાળના અભ્યાસ પછી એક દિવસ ઉપરની કરેલી પ્રાર્થનાઓ સફળ પણ બને છે.
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(રાગ કાફી) મનમંદિરમેં આયે જિણુંદરાય, મનમંદિરમે આયે; તવ મેં વિવિધ જુગતિ સમકિત ગુણ, કૂલપગર વિચાર્યું. ૧ પ્રીતિ અધ્યાત્મ થાલ ભરીને, ધી ગુણ મેતી વધાએ; ચારિત્ર ગુણ ચંદ્રોદય સુંદર, ઝાકઝમાલ બનાએ. જિ૦ ૨ સુરભિ પવનસે અશુભ દુરિત રજ, દશ દિશ દૂર ઉડાએ; નિર્વિકલ્પ સંક૯પ સુબારે, મુદ્દતા પાટ બિછાએ. જિર્ણદ૦ ૩ ઉચિત વિવેક સિંહાસન ઉપરે, પાવન પાસ બેઠાએ; (E વિધિ અનાશાતન ચામર વિજિત, છત્ર સુધ્યાન ધરાએ. જિ. ૪ / જ્ઞાનવિમળ પ્રભુ હરખિત હુએ તવ, દેવતમાં જસ વાએ; છે. શુદ્ધ સુધ અક્ષય નિધિ જિન થે, સહજે સકલ ગુણ થાઓ.જિ.પા
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રભુજીને મનમંદિરમાં પધરાવવા માટેની
હાર્દિક પ્રાર્થના. હે પરમાનંદ સ્વરૂપી પરમાત્મન ! હે દેવાધિદેવ ! આ દાસ ઉપર દયા કરી દાસની વિનંતિ સ્વીકારે ! સેવક ઉપર કૃપા કરી સેવકની પ્રાર્થના કબૂલ કરો! ભક્ત ઉપર પ્રીતિ ધરી ભક્તની યાચના માન્ય કરે !
પ્રભો! આ સંસારના કોઈ પણ પ્રકારના પૌગલિક સુખ પ્રાપ્ત કરવાની મને ઈચ્છા રહી નથી. વિષય-કષાયજનિત સંસારી રીતે મને રુચતી નથી. મને તે હવે માત્ર આપની એક મનહર મૂર્તિ જ ગમે છે. મને તે આપના દર્શનની જ ચાહના રહે છે. મને તે આપનું પૂજન જ પસંદ પડે છે. મને તે આપનું ચિંતન અને ધ્યાન જ રુચે છે.
પધારે પ્રભુજી દેહમંદિરમાં પધારે! આપને હૃદયરૂપી સુવર્ણમય સિંહાસન ઉપર બેસા. પ્રભુ! જુએ તે ખરા એ સિંહાસન હિંમત, ધેય, ઉત્સાહ, પરાક્રમ, પુરુષાથ, ગંભીરતા અને ઉદારતારૂપી ભલૌકિક અંતરંગ થી કેવું ભી રહ્યું છે!
Page #61
--------------------------------------------------------------------------
________________
હે નાથ ! અશરણશરણ ! દીનબ! પ્રભો ! જૂઓ તે ખરા! એ સિંહાસન ઉપર નિશ્ચલ, અવિનાશી અને નિષ્કામ ભક્તિરૂપી ગાલીચે અલૌકિક કે શોભી રહ્યો છે!
પ્રભો જુઓ તે ખરા એ સિંહાસનની પાછળ અનંતકાળ સુધી ટકી રહે તેવા દિવ્ય પ્રેમરૂપ કાચનું બનેલું દર્પણ કેવા ચમકારા કરી રહ્યું છે! પ્રભો ! એ ગાલીચામાં કદી પણ નાશ ન પામે તેવી મૈત્રી, કરુણું, પ્રેમેદ, માયથ્ય, ગુણદૃષ્ટિ, સમભાવ, વૈરાગ્ય, અપૂવ ઉલ્લાસ, સુવિચાર, કૃતજ્ઞતા, પરોપકારવૃત્તિ વિનય અને વિવેકરૂપી બુટીઓ કેવી ઝળકી રહી છે? તે તે જુઓ!
હે નાથ ! આપ સવર પધારે, હે વહાલેશ્વર! આપ વગર વિલંબે પધારે ! અને એ સુશોભિત આસનને વધુ શોભાવ હું આપને પંચામૃતથી નાન કરાવું ! કદિ પણ નાશ ન પામે તેવું અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપી દેવી પદાર્થોથી તે પંચામૃત બનેલું છે !
હે પ્રીતમ! શ્રદ્ધા, જિજ્ઞાસા, અને તાત્ત્વિકદ્દષ્ટિના બનેલા ચિત્તાકર્ષક આ અંગલુંછણ તે જુઓ ! તે અનંતકાળ સુધી કદિ ન ફાટી જાય તેવા અને સહજભાવે સુખ ઉપજાવે તેવી છે !
હે નાથ ! જ્ઞાન અને ક્રિયારૂપી મારા કરયુગલમાં દિવ્ય પ્રીતિની બનેલી અને મનને આનંદ ઉત્પન્ન કરાવ
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૫
નારી આ રકાબી તે જુઓ ! અને આ રકાબીમાં દષ્ટિને અત્યંત પ્રિય લાગતી શુભ ભાવનારૂપી અલૌકિક આત્મશકિની બનેલી કટોરી તે જુઓ !
હે પ્રાણાધાર ! તે કરીમાં કેસર કેવા ઉંચા પ્રકારનું દષ્ટિગોચર થઈ રહ્યું છે ? જે મને ભૂમિમાં પેદા થયેલ ક્ષમારૂપી દિવ્ય ગુણનું બનેલું છે અને નમ્રતારૂપી ચંદનથી ઘરેલું છે !
હે નાથ ! આ સુગંધી અત્તરની શીશી તે નિરખે! તે અનંતકાળ સુધી સુગંધ આપ્યા કરે તેવા વિનયરૂપી ગુલાબના પુષ્પમાંથી નીપજેલું છે. પ્રત્યે ! આ અગરબત્તિ તે જુઓ કેવી મનહર લાગે છે ! તે સરલતારૂપી સુંદર ચિરસ્થાયી આત્મિક શક્તિની બનેલી છે !
પ્રત્યે ! આ પુપના હાર તે વિલકો ! તેમાં ઉદાસીનતારૂપી મોગરના પુપિ છે, એકાગ્રવૃત્તિરૂપી જાઇની કળીઓ છે, વૃત્તિનિરોધરૂપી ચમેલી છે, ત્યાગવૃત્તિરૂપી ચંપે છે, અને સંતોષરૂપી ગુલાબ પણ વચમાં કે શોભી રહ્યો છે !
પ્રભે! આ ચામરની શોભા તે જુઓ! તે નિમમત્વબુદ્ધિરૂપી કામધેનુની અનુપમ રામાવલીમાંથી બનેલું છે.
પ્ર ! મારા પગમાં ઘૂઘરા તે જૂઓ! તે પૂર્ણતા, મમ્રતા, સ્થિરતા, નિમલતા, પવિત્રતા અને સમતાના બનેલા છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રભો ! સુચિરૂપી દિવ્ય ગુણની બનેલી સારંગી તે જૂઓ ! તેમાંથી કેવા કર્ણપ્રિય સ્વરે નીકળી રહ્યા છે ! અને વૃત્તિવિજય રૂપી દિવ્ય અશ્વના લાંગુલના કેશથી બનેલે સારંગી વગાડવાને આ ગજ તે જૂએ ! તે કે શોભી રહ્યો છે !
પ્રત્યે ! યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપી અમૂલ્ય મોતીઓથી ગુંથાયેલી આ મોતીની માળા આપશ્રીના કંઠમાં આરોપણ કરવાને તૈયાર રાખેલી છે. તેને આપ સ્વીકાર કરી સેવકને કૃતાર્થ કરો !
હે પ્રભો ! દાન, શીલ, તપ અને ભાવ રૂપી હીરાઓથી બનેલ આ હીરાને હાર કે શેભી રહ્યો છે? તેને આપ નિરખે !
હે નાથ અનંતકાલ સુધી ન બગડે તેવા સમ્યકત્વ, ઈન્દ્રિયદમન, મને જય, વૃત્તિવિજય અને શાસનેદારની કામનારૂપી દિવ્ય પદાર્થોમાંથી બનેલાં આ પાંચ જાતના પફવા આપની સમીપે રાખેલા છે. તે કેવા શેભી રહ્યાં છે? તે તો જુઓ !
આવે, આ પ્રભુ ! વગર વિલબે પથાર અને આપના ભક્તની ઉત્કૃષ્ટ કામના પૂર્ણ કરે! નાથ ! અનંતકાળની અભિલાષા તૃપ્ત કરો ! અનંતકાળની ઝંખના તૃપ્ત કરે ! પ્રભો ! સેવકના મને સફળ કરો !
Page #64
--------------------------------------------------------------------------
________________
કુંડ
હે ત્રણ લેાકના બંધુ ! આપના દર્શનથી મારા પાપેાના વિલય થશે. આપના વદનથી મારી તમામ પ્રશસ્ત અભિલાષાએ પૂર્ણ થશે, આપના પૂજનથી મારુ મન પ્રસન્ન થશે, આપના સ્તવનથી હું પવિત્ર થઈશ, આપના ધ્યાનથી હું શુદ્ધ થઈશ, આપના અદ્દભુત ગુણ ચિંતનથી હું ગુણવાન બનીશ, આપની સાથે અભેદભાવે મળી જવાથી હું કૃતાર્થ થઈશ,
હે શરણાગતવત્સલ ! હૈ દયાસાગર ! દયા કરી, હું ભક્તવત્સલ ! આ પામર ભક્તની પ્રાર્થના સ્વીકાર ! આવા પ્રભુ ! પધારો! આ કિંકરનું આંગણું પવિત્ર કરી ! આસનને શેાભાવી કૃતાર્થ કરા! ત્રણ લેાકના તારણહાર હે સ્વામી ! આ સેવકની ભક્તિના સ્વીકાર કરી પાવન કરા! હે કૃપાળુ દેવ આ દાસની ઈચ્છા પૂર્ણ કરી જગતમાં યશના પડતુ વગડાવે !
મનમ`દિરમાં પ્રભુજીની પધરામણી
આજ૦ ૧
આજ૦ ૨
આજ આનંદ ભયા, પ્રભુકા દાન લહ્યો, રામ રામ શીતલ ભચેા, પ્રભુ ચિત્ત આયે હૈ. મન હું તે ધાર્યા તે હે, ચલકે આયા મન માહે; ચરણ કમલ તેરેક મનમેં હરાયા હે. અકલ અરૂપી તુંહી, અકલ અમૂરતિ ચાહી; નિરખ નિરખ તેરી, સુમતિ શું મિલાયેા હૈ. સુમતિ સ્વરૂપ તેરા, ર`ગ ભયા એક અનેર; વાઇર્ગ આત્મ પ્રદેશે, મુજશ રંગાયા હૈ. આજ૦ ૪
આજ૦ ૩
Page #65
--------------------------------------------------------------------------
________________
॥ નમો બહિતા” ॥ ત્વમેવ શરણં મમ.
त्वं मे माता पिता नेता, देवो धर्मो गुरुः परः । प्राणाः स्वर्गे ऽपवर्गश्व સત્ત્વ તત્ત્વ ગતિર્મતિઃ ॥ ? ||
અર્થ :- હૈ અરિહંત પરમાત્મન્ ! તું મારે સર્વોત્કૃષ્ટ માતા છે, પિતા છે, નેતા છે, દેવ છે, ધર્મ છે, ગુરુ છે, પ્રાણ છે, સ્વગ છે, મેાક્ષ છે, સત્ત્વ છે, ગતિ-શરણુ છે અને મતિ તું જ છે.
* ૧૬:
મા શ્ર્લાકમાં “વરઃ ” શબ્દ વિશેષણ છે અને તેના અથ ઉત્કૃષ્ટ થાય છે. આ વિશેષણ શ્ર્લાકની મધ્યમાં આવેલે છે, તેથી ીટીવ' ન્યાયથી આગળ અને પાછળ શ્લાકમાં રહેલા દરેક શબ્દને તે લાગુ પડે છે. એટલે દરેક શબ્દની સાથે આ “ ૧૬: ” વિશેષણ જોડવાનું છે.
""
આ àાકના સામાન્ય અર્થ થયા. હવે તેના વિશેષ અર્થના વિચાર કરીએ.
જગતમાં માત-પિતા વગેરે ઉપકારી તત્ત્વા ગણાય છે. તેમના એટલા બધા ઉપકાર હોય છે કે તેના બદલા વાળવા તે કાય અતિશક્તિસ'પન્ન મનુષ્ય માટે પણ અતિ
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૯
અતિ દુષ્કર છે. એવા ઉપકારીના જે ઉપકાર માનતા નથી, તેમના આદર-સત્કાર કરતા નથી, તેમનુ મૌચિત્ય જાળવતા નથી તે મનુષ્ય અમ્ર'સ્કારી ગણાય છે. શિષ્ટ પુરુષામાં તેમની ગણત્રી થતી નથી.
ધાર્મિક જીવનને પાયા માર્ગાનુસારી જીવન છે. અને એવુ'માર્ગાનુસારી જીવન જીવવા માટે માતા-પિતાદિ ઉપકારી જનની પૂજા એ પ્રથમ શરત છે. તેમની પૂજા એટલે તેમને પ્રણામ આદિ કરવા, તેમને લૌકિક સ પ્રકારની અનુકૂળતા કરી આપવી, પરલેાકના સાધનરૂપ ધ આરાધનામાં તેમને પૂરતી સહાય કરવી વગેરે.
જન્મ આપનાર અને ત્યારપછી પણ અનેક પ્રકારના કષ્ટો વેઠીને જેમણે મહાન ઉપકાર કર્યો છે, તેવા પ્રત્યક્ષ ઉપકારી માતા-પિતાના ઉપકારને જે જાણી શકે નહિં, તેમનું બહુમાન કરે નહિં તે પરાક્ષ ઉપકારી એવા અિ હ'તાદિના ઉપકારને કેવી રીતે જાણી શકશે ? અને કેવી રીતે તેમની આરાધના કરી શકશે ?
ધર્મ માર્ગોમાં “કૃતજ્ઞતા ' એ અતિમહત્ત્વના * ગુણુ છે. ઉપકારીઓના ઉપકારના ખ્યાલ અને તેના સ્વીકાર આપણને કૃતજ્ઞ મનાવે છે. ખીજાએ પેાતા ઉપર કરેલા ઉપકારને જે જાણતા નથી, સ્વીકારતા નથી, તેઓ કૃતઘ્ન મને છે. અને કૃતઘ્નતા એ ઘણું માઢુ પાપ છે. જે પાપનું ફાઇ પ્રાયશ્ચિત નથી, એટલું ભયકર એ પાપ છે,
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૦
ઉપકારીઓના ઉપકારના જેમને ખ્યાલ છે, તેવા કૃતજ્ઞ જીવામાં જ સાચી નમ્રતા આવી શકે છે. આ નમ્રતા એજ મનુષ્યને મહાન બનાવનાર એક અજોડ જડીબુટ્ટી છે. તેની શક્તિ અચિંત્ય છે. વાથી પણ વધુ મજબુત એવા કમના કિલ્લાઓને ભેદવાનું તે સામાથ્ય ધરાવે છે. એ નમ્રતાનું... પણ મૂળ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતાના લક્ષવાળા નમ્ર મનુષ્યા ઉપકારીઓને માટે ગમે તેટલુ કરશે તે પણ તેમને લેશમાત્ર પણ ગવ નહિ આવે, પણ તે તે એમ જ માનશે કે અમે તે માત-પિતા િઆ ઉપકારી તરવાના દેવાદાર છીએ. અમારા માથે આ ઉપકારીઓનું ઘણું માટુ' ઋણુ છે. એ ઋણુ દૂર કરવુ એ અમારી પવિત્ર ફરજ છે. અને એ ફરજ અમારે ખાવવી જ જોઈએ. પેાતાનુ જ ઋણુ દૂર કરનાર માણસ કેવી રીતે ગવ કરી શકે ? આ ઋષી નિ′ળ સમજણુ કૃતજ્ઞતા પૂર્વકની નમ્રતામાંથી સ્વય પ્રગટ થાય છે. એવા વિવેકી અને સુપાત્ર જીવ પાતા ઉપરનું ઋણ કેમ ફીટ તે માટે ઉપકારીઓની સેવા કરવાની જે રીતે તક મળે તે રીતે તે તકને ઝડપી લેવા સદા સજાગ રહે છે અને તક મળતાં જ પેાતાને ધન્યા, તપુયોડ ં નિમ્નીનેડિટ્ટ—” હું ધન્યવાદને પાત્ર છું, ખરેખર મે' ભૂતકાળમાં કઇ પુણ્ય કર્યું છે, તે આજે મને ઉદયમાં આવ્યુ છે અને આજે હું સંસારસાગર તરી ગયા છું, જેથી મને અનાયાસે અણુધારી આ મહાન લાભકારી તક મળી છે, એમ માની એ તકને એક ક્ષણના પણ વિલંબ કર્યા વિના તે તરત જ ઝડપી લે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
જગતમાં માતા-પિતાદિ જે જે તત્ત્વાએ આપણા ઉપર જે કાઇ જાતના ઉપકાર કર્યાં હાય તે ઉપકારનુ વિસ્મરણ ન થવા દેવું અને હૃદયરૂપી મંજૂષામાં તેનું સ્મ રણુ સદા સુરક્ષિત રાખવું તે ઉત્તમ માર્ગાનુસારી જીવાના સ્વભાવગત ગુણુ મનાય છે.
જેનામાં માત-પિતાદિ ઉપકારીઓના ઉપકારને સ્વીકારવાની પણ તૈયારી નથી તે મનુષ્ય ધર્મ પામવા માટે અગ્ય ઠરે છે. આ વાત શિષ્ટ જનામાં અતિપ્રસિદ્ધ છે. અને તેથી અહીં પ્રારંભમાં માતા-પિતાક્રિની ઉપમા આ લેાકમાં આપવામાં આવી છે.
અહી. આટલી વાત લૌકિક દૃષ્ટિએ થઈ. પરંતુ આ શ્લેાકમાં તેનાથી ઘણું વિશેષ કહેવાનુ છે, અને તે એ છે કે– શ્રી અરિહંત પરમાત્મા માત્ર લૌકિક માત-પિતા જેવા છે, એટલુ જ કહેવાતું નથી પણ તે ઉત્કૃષ્ટ માતા-પિતા સ્વરૂપ છે, એ વાત શાસ્ત્રકાર ભગવત આપણને આ લેક દ્વારા સમજાવવા માગે છે. ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ.
(૧) ઉત્કૃષ્ટ માતા
લૌકિક માત-પિતા ઉપકારી ખરા પરંતુ એમના ઉપકાર અમુક હદ સુધી છે. અર્થાત્ એમના ઉપકારની સીમા છે. પેાતાની હદથી બહાર તેએ ઉપકાર કરવા અસમર્થ છે. જ્યારે શ્રી અરિહંત પરમાત્મારૂપી ઉત્કૃષ્ટ માતા-પિતાના ઉપકાર અપરિમિત છે. તેની હદ નથી. લૌકિક માતપિતાના ઉપકાર કાંઇક સકારણ પણ હોય છે. શ્રી અરિહંત પરમાત્મારૂપી માતા-પિતાના ઉપકાર અકારણ હોય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૪૨
માતા-પિતાના ઉપકાર કંઈક માહગર્ભિત પણ સ`ભવે છે. શ્રી અરિહંત પરમાત્માના ઉપકાર નિર્મળ જ્ઞાન પૂર્વકના છે. માતા-પિતાના ઉપકાર તા પુત્રની પ્રાપ્તિ થયા પછી શરૂ થાય છે, જ્યારે શ્રી અરિહંત પરમાત્માના ઉપકાર તા આપણે। જીવ નિગેાદની નિષ્કૃષ્ટ અવસ્થામાં હતા ત્યારે પણ ચાલુ હતા.
**
અરિહંત પરમાત્મારૂપી માતા-પિતાએ આપણને પ્રથમ યાદ કર્યાં હતા. અરે યાદ તા શુ પણ “ વિ જીવ કરૂ' શાસનરસી ” એ ભાવનાને ઉત્કૃષ્ટ રસપૂર્વક ભાવી આપણું પરમ હિત ઇચ્છયુ હતું. તે વખતે આપણે ક સત્તાની નિબિડ એડીથી જકડાયેલા હતા. ત્યારે સૌ પ્રથમ તેમણે આપણા માટે આપણા બંધનમાંથી મુક્તિ ઇચ્છી હતી. માત્ર ઇચ્છી હતી એટલું જ નહિં પણ તે માટે સતત પુરુષા પણ કર્યો હતા. એના પ્રભાવે આપણે અનાદિ નિગેદના બધીખાનામાંથી મુક્ત થઈ વ્યવહાર રાશિમાં આવ્યા છીએ. અને ત્યારપછી પણ આટલી ઉચી ભૂમિકા પ્રાપ્ત કરી, આજે આપણે અરિહંત પરમાત્માને યાદ કરતાં હાઇશુ તા તેમાં પણ મુખ્ય ફાળા તેમના છે. આપણે તેમને યાદ કરી શકીએ તેવી સકણ અવસ્થામાં આપણે મૂકાયા છીએ, તેમાં આપણા જ પુરુષાથૅ કારણ નથી. પણ તેમાં મુખ્ય પુરુષાથ એમના છે. અજાણતાં પણ તેમની આજ્ઞાના પાલનના ચૈાગે જ જીવ નીચલી અવસ્થામાંથી ઉપરની અવસ્થામાં આવી શકે છે. એ રીતે આપણે ઉચે આવ્યા તેમાં મુખ્ય
Page #70
--------------------------------------------------------------------------
________________
કર્યું
કાળા અરિહંત પરમાત્માના છે. અને યાવત્ માક્ષ સુધી પહોંચાડનાર પણ કોઈ પ્રધાન નિમિત્ત હોય તા તે અરિહુત પરમાત્મા છે. માક્ષની પ્રાપ્તિ આરાધનાથી થાય છે, એ ખરૂ પણ જે આરાધનાના મધ્ય કેન્દ્રમાં અરિહંત પરમાત્માનું પુષ્ટ અવલખન નથી તે આરાધના માક્ષ સુધી પહોંચાડી શકે નહિં. માક્ષની પ્રાપ્તિ કરાવનારા અસખ્ય ચાગ છે પણ તેમાં નવપદ મુખ્ય છે અને એ નવપદમાં પણ અરિહંત પરમાત્મા મુખ્ય છે. તેથી જ અરિહંત પરમામા ઉત્કૃષ્ટ માતા છે.
માતા પુત્રની ખાદ્ઘ અશુદ્ધિઓ દૂર કરે છે અને પુત્રના શરીરને સ્વચ્છ કરે છે. શ્રી અહિ ત પરમાત્મારૂપી ઉત્કૃષ્ટ માતા તા . આત્મા ઉપર લાગેલા અને આત્મામાં અતિ ઉંડે ઉતરી ગયેલા અને એકમેક જેવા થઈ ગયેલા અનત ક્રમરૂપી મેલને ધાઇને આત્માને એવા સ્વચ્છ કરી આપે છે કે ક્રીથી કદ્ધિ પણ તે મેલના તેને સ્પર્શ પશુ ન થઈ શકે. અને આત્મા સ્નાતક ખની જાય. તેથી અરિહંત પરમાત્મા ઉત્કૃષ્ટ માતા છે.
લૌકિક ક્ષેત્રે પણ ઉત્તમ દયાળુ માતાની પ્રાપ્તિ થાય છે, તેમાં પણ અહિંત પરમાત્માની આજ્ઞાના પાલનના મુખ્ય ફાળા હાય છે. તેથી પણ અરિહંત પરમાત્મા ઉત્કૃષ્ટ માતા છે.
લૌકિક માતાથી દેહના જન્મ થાય છે જ્યારે લેાકાત્તર ઉત્કૃષ્ટ માતારૂપી અરિહંત પરમાત્માથી ધમ રૂપી તનુના
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૪ જન્મ થાય છે કે જે ધર્મતનુ અસ્પૃદય અને નિઃશ્રેયસરૂપ સકલ સુખસંપત્તિને હેતુ બને છે. તેથી પણ અરિહંત પરમાત્મા એ ઉત્કૃષ્ટ માતા છે. (૨) ઉત્કૃષ્ટ પિતા –
તેવી જ રીતે બ્લેકમાં કહેલી બીજી બાર ઉપમાએમાં પણ ઉત્કૃષ્ટપણું ઘટાવી લેવું. જેમ કે લૌકિક પિતા આપણું બાહ્યદષ્ટિએ પાલન કરે છે, જ્યારે શ્રી અરિહંત પરમાત્મારૂપી ઉત્કૃષ્ટ પિતા આપણી આંતરિક સંપત્તિનું પાલન કરે છે. તેઓ અપ્રાપ્ત ગુણસંપત્તિની પ્રાપ્તિ કરાવે છે, અને પ્રાપ્ત ગુણસંપત્તિની રક્ષા કરે છે. તેથી તેમને ઉત્કૃષ્ટ પિતાની ઉપમા આપવામાં આવી છે, તે યુક્ત છે. જે પાલન કરે તે પિતા. શ્રી અરિહંત પરમાત્મા આપણે આત્માનું એવું પાલન કરે છે કે જેના પ્રભાવે આત્માને કેવળજ્ઞાન આદિ ગુણની પ્રાપ્તિ થાય છે અને સદા કાળ તેની રક્ષા થાય, કદિ પણ ન ખુટે તેવી સિદ્ધદશા સુધી પહોંચાડે છે.
(૩) ઉત્કૃષ્ટ નેતા –
નેતા એટલે દેરવનારા-લઈ જનારા. લૌકિક નેતા પણ મનુષ્યને સુખને માર્ગે દોરવવા માટે પ્રયત્ન કરે છે. મોટે ભાગે તેમને પ્રયત્ન બાહ્ય ઉન્નતિને અનુલક્ષીને હેય છે, જ્યારે કેત્તર ઉત્કૃષ્ટ નેતા શ્રી અરિહંત પરમાત્મા આપણને પરમપંથ-મેક્ષના માર્ગે દોરી જાય છે. લૌકિક
Page #72
--------------------------------------------------------------------------
________________
નેતાઓની સુખ માટેના આદર્શની હદ હોય છે. મોટે ભાગે તેમને આદર્શ મનુષ્યના શરીરને, ઈન્દ્રિયેને, બુદ્ધિને અને મનને આનંદ પમાડે તેવાં અને આ લેકમાં જ સુખના સાધન પ્રાપ્ત થાય ત્યાં સુધી જ તેમની નજર પહોંચી હોય છે.
વળી તે સુખપ્રાપ્તિના સાધનોમાં પણ સર્વ નેતાઓ એક મત ધરાવતા દેતા નથી. સદાચારના માર્ગે જ સુખ મેળવવું, ન્યાય નીતિ ન ઘવાય તેની કાળજી રાખવી, અથવા પ્રથમ ચગ્યતા કેળવવી પછી જ હક્કની માંગણી કરવી. આ બધા નિયમોનું પાલન કરવું જ જોઈએ એ નિયમ લૌકિક બધા નેતા ધરાવતા નથી. અને તેથી તેઓ સાચા સુખને માગે કેવી રીતે દેરવી શકે?
સાધનની જ્યાં શુદ્ધિ નથી, જ્યાં સદાચારપાલનને આગ્રહ નથી, જ્યાં સંયમની પ્રતિષ્ઠા નથી ત્યાં કદાચ દુન્યવી સુખ મળી પણ જાય તે પણ તે લાંબે વખત ટકતું નથી અને પચી શકતું નથી પણ પરિણામે બીજા નવાં નવાં અનેક વિકૃત દુઃખે ઉત્પન્ન કરનારું નિવડે છે.
જ્યાં પરલોકની પ્રધાનતા નથી, પુણ્યને આગ્રહ નથી, પાપથી પાછા વળવાની વૃત્તિ નથી ત્યાં સાચા માગે સ્થિર બની શકાતું નથી.
જ્યારે અરિહંત પરમાત્મા જે માર્ગ બતાવે છે તે માર્ગે ચાલવાથી બીજા કેઈને પીડા આપ્યા વિના, બીજા કેઈનું સુખ લુંટયા વિના આત્મા પિતાની અંદર છુપાયેલા
Page #73
--------------------------------------------------------------------------
________________
અનંત સુખને પ્રાપ્ત કરે છે. એ સુખ પ્રાપ્તિને ખરે માગ સમ્યમ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે. એ માર્ગ અરિ. હંત પરમાત્મા બતાવે છે અને તે પણ અપુનબંધક, માર્ગાનુસારી, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્ત આદિ ગુણઠાણાને યોગ્ય જીવેની તે તે ભૂમિકા અનુસાર બતાવે છે. જે ભૂમિકાને જે ચગ્ય હોય તેને તેના અધિકાર પ્રમાણે તે ભૂમિકાને ધર્મ બતાવેલ હોય તે તે માગે તે સુખપૂર્વક ગમન કરી શકે અને પરિણામે સાચા સુખની પ્રાપ્તિ કરી શકે. એ માગ શ્રી અરિહંત પરમાત્મા બતાવે છે. તેથી સાચા અર્થમાં તેઓ જ ઉત્કૃષ્ટ નેતા છે અને તેથી જ જ્ઞાનીઓએ અરિહંત ભગવતેને “મોક્ષમાય નેતા કહીને સાચા ઉત્કૃષ્ટ નેતા તરીકે માન્ય કર્યા છે. (૪) ઉત્કૃષ્ટ દેવ
દેવનું સ્વરૂપ સમજવા માટે તેના સંક્ષેપમાં પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે તે આ પ્રમાણે- નરદેવ, દ્રવ્યદેવ, ભાવેદેવ, ધર્મદેવ અને દેવાધિદેવ. તેમાં (૧) ચક્રવર્તિ રાજા-મહારાજાદિ નરદેવ ગણાય છે. (૨) દેવગતિમાં જવાને યોગ્ય કર્મ જેમણે ઉપાર્જન કર્યું છે તેવા સદાચારી મનુષ્ય દ્રવ્યદેવ ગણાય છે. (૩) દેવગતિને પ્રાપ્ત થયેલા જ ભાવદેવ ગણાય છે. (૪) જેઓ વત. માનકાલે ધર્મનું આચરી રહ્યા છે અને પિતાના સંસર્ગમાં આવનારા ચગ્ય આત્માઓને ધર્મમાગે વાળી રહ્યા છે તેઓ ધર્મદેવ ગણાય છે. અને (૫) જેઓ ધર્મના પારને
Page #74
--------------------------------------------------------------------------
________________
પહોંચી ચૂકેલા છે, જેમનામાં સ્તુતિ કરવાને ચોગ્ય સમગ્ર ઐશ્વય અદિ તમામ વસ્તુઓ રહેલી છે તે દેવાધિદેવ કહેવાય છે. આ પાંચમાં સૌથી ઉત્કૃષ્ટ કાઇ દેવ હોય તે તે દેવાધિદેવ અરિહંત પરમાત્મા છે. તેમના સિવાય બાકીના ચાર પ્રકારના દેવા અરિહંત પરમાત્માની આજ્ઞાથી નિરપેક્ષ રહી સ્વતત્ર રીતે જન્મ, જરા, મરણુ અને કમના 'ધનમાંથી જીવાને ઘેાડાવી શકતા નથી. જયારે શ્રી અરિહં ́ત પરમાત્મા જીવાને સ'સારના મેટા ભચામાંથી ક્ષણવારમાં મુક્ત કરાવવાનું સામર્થ્ય ધરાવે છે.
શ્રી અરિહ'ત પરમાત્માને પ્રણામ કરવાથી જીવાને દુઃખના ક્ષય, કર્માંના ક્ષય, મરણ વખતે સમાધિ અને એધિખીજની પ્રાપ્તિ થાય છે, એટલુ જ નહિ પણ ઉત્કૃષ્ટ ભાવથી શ્રી અરિહ'ત પરમાત્માને કરેàા એક જ નમસ્કાર જીવને સંસારસાગરથી મુક્ત કરવાનું... સામર્થ્ય ધરાવે છે, તેથી શ્રી અરિહંત પરમાત્મા સૌથી ઉત્કૃષ્ટ-પરમ દેવાધિદેવ છે.
(૫) ઉત્કૃષ્ટ ધર્મ :
આ જગતમાં જો કોઈ પરમ શ્રમમય હાય તા તે અરિહંત પરમાત્મા છે. શ્રી અરિહ'ત ભગવતાએ ધમનુ ઉત્કૃષ્ટ આચરણ કર્યું હોય છે અને તેથી પરિણામે તે ધની સાથે એકમેક બની ગયા હૈાય છે. ધમને સપૂર્ણ પેાતાને વશ કરેલ હાય છે અને તેથી ધર્મના કોઈ સાચા
Page #75
--------------------------------------------------------------------------
________________
માલિક હોય તે તે અરિહંત પરમાત્મા છે. અને તે કારણે તેમને ધર્મના શ્રેષ્ઠ ચતુરંતચક્રવર્તી કહેવામાં આવે છે.
શ્રી અરિહંત પરમાત્મા જેમ ધર્મને માર્ગ બતાવે છે, તેમ તેઓ પોતે સ્વયં ધર્મસ્વરૂપ પણ છે, તેમણે બતાવેલા માર્ગે ચાલવાથી જેમ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમ તેમના નામ, આકૃતિ આદિથી પણ પરમધર્મની પ્રાપ્તિ થાય છે. તેથી તેઓ પરમ ઉત્કૃષ્ટ ધર્મવરૂપ છે.
અભેદભાવે અરિહંત પરમાત્માને મળવું એજ પરમધર્મ છે અને એ અભેદભાવ કેળવવા માટે જે જે પ્રશસ્ત આલંબને છે, તેમાં અરિહંત પરમાત્માનું આલંબન સર્વે ત્કૃષ્ટ છે. તેમની અચિંત્ય શક્તિના પ્રભાવથી તેમનું ધ્યાન કરનારે આત્મા તેમની સમાન બને છે, તેથી તેઓ પરમઉત્કૃષ્ટ ધર્મસ્વરૂપ છે, એમ કહી શકાય. (૬) ઉત્કૃષ્ટ ગુર –
શ્રી અરિહંત પરમાત્મા જેમ પરમ-ઉત્કૃષ્ટ દેવ છે, તેમ તેઓ ઉત્કૃષ્ટ ગુરુ પણ છે. કારણ કે જગતમાં સૌથી પ્રથમ ધર્મને માર્ગ બતાવનાર તેઓ છે. ચરમભવમાં પોતે કોઈને પણ ગુરુ બનાવ્યા વિના જન્મથી જ જ્ઞાની હોવાથી તેઓ જગતના ગુરુ બને છે. ધર્મ એ અતીન્દ્રિય પદાર્થ છે, તે ચર્મચક્ષુને અગોચર હોય છે. જગતમાં જે જન્મથી જ જ્ઞાની એવા અરિહંત પરમાત્મા જેવું કંઈ તવ ન હોત તે ચર્મચક્ષુવાળા જગતના અજ્ઞાની છોને ધર્મમાર્ગની પ્રાપ્તિ કેવી રીતે સુલભ થાત ? તેથી જગતના જીને
Page #76
--------------------------------------------------------------------------
________________
સૌથી પ્રથમ ઘમ બતાવનારા તેઓ હોવાથી તેઓ જ જગતમાં સાચા પરમગુરુ છે. | ગુઃ એટલે અંધકાર અને રુટ એટલે પ્રકાશ અર્થાત અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા જેને જ્ઞાનરૂપી પ્રકાશમાં લઈ જાય તે ગુરુ. ગુરુપદનું આ ઉત્કૃષ્ટ લક્ષણ તેમનામાં બરાબર ઘટે છે માટે તેઓ ઉત્કૃષ્ટ ગુરુ છે. (૭) ઉત્કૃષ્ટ પ્રાણ –
બાહ્ય જીવનને આધાર શ્વાસે શ્વાસરૂપી પ્રાણ છે. અને ભાવપ્રાણને આધાર અરિહંત પરમાત્મા છે. જીવ અરિહંત પરમાત્માને મનમાં ધારણ કરે છે, તે તેના ભાવપ્રાણ હણતા નથી અને જે ભગવાનને ભૂલી જાય છે, તે તેના ભાવપ્રાણ હણાય છે અને તેથી તેનું ભાવમૃત્યુ શરુ થઈ જાય છે.
આ રીતે ભાવપ્રાણરૂપ-ઉત્કૃષ્ટ પ્રાણના પરમરક્ષક અરિહંત પરમાત્મા હેવાથી તેમના આધારે જ આપણું ભાવપ્રાણ હોવાથી આપણા માટે ઉત્કૃષ્ટ પ્રાણ અરિહંત પરમાત્મા છે. (૮) ઉત્કૃષ્ટ સ્વર્ગ –
જેના હૃદયમાં અરિહંત પરમાત્મા છે, તે ઉત્કૃષ્ટ સ્વર્ગમાં વસી રહેલ છે, એમ કહી શકાય. સ્વર્ગ માં પણ અરિહંત પરમાત્માનું નામ રુચતું નથી તે તે સ્વર્ગ પણ નસ્કાગાર જેવું છે. તીર્થકર ભગવતેના કલ્યાણક વખતે અસંખ્ય દેવે મૃત્યુલોકમાં આવે છે અને તે વખતે અ~િ
Page #77
--------------------------------------------------------------------------
________________
હત ભગવંત મૃત્યુલોકની ભૂમિ ઉપર વિદ્યમાન હોવાથી તેઓ મૃત્યુલોકને સ્વર્ગ કરતાં પણ અધિક માને છે અને ભગવંતની સ્તુતિ કરતાં એક જ પ્રાર્થના કરે છે કે-હે પ્રભો ! અમે ગમે ત્યાં હાઈએ પણ આપ અમારા હૃદયમાંથી કદિ પણ દૂર થશે નહિં. અર્થાત પિતે સ્વર્ગના વાસી હેવા છતાં તે સ્થાનને સફળ કરવા માટે પિતાના હૃદયમાં અરિહંત પરમાત્માનું જ સાન્નિધ્ય તેઓ ઈચ્છે છે. એ વસ્તુ એમ બતાવે છે કે સ્વર્ગમાં પણ જે અરિહંત ભગવંતનું સાંનિધ્ય છે તે તે ઉત્કૃષ્ટ સ્વર્ગ છે અને તે ન હોય તે સ્વર્ગ પણ દુઃખને માટે બને છે. તેથી જીવ ગમે ત્યાં વસતે હોય પણ જે પરમાત્માનું મનમાં સાન્નિધ્ય છે તે તે ઉત્કૃષ્ટ સ્વર્ગમાં જ વસે છે. તેથી અરિહંત પરમાત્મા એ જ ઉત્કૃષ્ટ વર્ગ છે એમ કહી શકાય. (૯) ઉત્કૃષ્ટ મેક્ષા
સાચા ભક્તને મન મુક્તિ કરતાં પણ શ્રી અરિહંત પરમાત્માની ભક્તિની ઝંખના વધુ હોય છે. શ્રી અરિહંત પરમાત્માના સાંનિધ્યમાં તેમને એટલી બધી શાંતિ મળે છે, કે તેને મોક્ષની પણ ઈચ્છા રહેતી નથી. તેથી એમ સાબિત થાય છે કે-શ્રી અરિહંત પરમાત્મા એજ ઉત્કૃષ્ટ મેક્ષ છે. જે એમ ન હેત તે “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.” એમ મહાપુરુષે કેવી રીતે કહેત ? (૧૦ થી ૧૩) ઉત્કૃષ્ટ સત્વ, તત્વ, ગતિ અને મતિ
- સત્ત્વ, તત્વ, ગતિ અને મતિ આદિ જગમાં ગણાતાં
Page #78
--------------------------------------------------------------------------
________________
પા
તે બધાય ઉત્તમ તત્ત્વ જે ઉપકાર કરી શકે તેના કરતાં અન તગણા ઉપકાર એકલા શ્રી અરિહંત પરમાત્મા ભાવથી આપણા ઉપર કરે છે. સત્ત્વાદિ ખધાય ગુણેાનુ જે ઉત્કૃષ્ટ પરિણામ આવે તે બધુ' માત્ર એમના એકલાના પ્રભાવથી આપણને મળે છે.
અથવા ઉત્કૃષ્ટ પ્રકારનુ` સત્ત્વ, તત્ત્વ, ગતિ અને મતિ વગેરે જે પ્રાપ્ત થાય છે, તેમાં મુખ્ય ફાળા અહિં ત પરમાત્માના છે. અને તેથી જ જે સત્ત્વની ફારવણી શ્રી અરિહ'ત પરમાત્માની ભક્તિમાં, શ્રી અરિહંત પરમાત્માના શાસનની ઉન્નતિમાં થાય તેજ સત્ત્રાદિ સામગ્રી - વખાણવા લાયક છે. તે સિવાય સત્યના ઉપયાગ કરવા તે સત્ત્વને નિષ્કૃષ્ટ બનાવવા જેવું છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી મન, વચન, કાયાની જે જે પ્રશસ્ત પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિ જો શ્રી અહિ‘ત પરમાત્માની નિકટ લઈ જાય તે તે ઉત્કૃષ્ટ સત્ત્વ છે. સત્ત્વાદિ ગુણાને ઉત્કૃષ્ટ બનાવવાના જો કાઇ કીમીએ હાય તા તે અરિહંત પરમાત્માનું સાન્નિધ્ય છે. તેથી જ મહાપુરુષા કહે છે કે-તે કાયાને ધન્ય છે કે જે કાયાનું સત્ત્વ અરિહંતની ભક્તિમાં વપરાય છે. તેવી જ રીતે તે હૃદયને ધન્ય છે કે જે હૃદયથી અરિહ ત પરમાત્માનું સ્મરણ થાય છે, તે જિહ વાને ધન્ય છે કે જેનું સત્ત્વ પરમાત્માની સ્તુતિમાં વપરાય છે અને તેવી જ રીતે તે દિવસ, તે રાત અને તે ક્ષણ ધન્ય છે કે જે સમયે આપણુ' સત્ત્વ અરિહંત પરમાત્માની ભક્તિમાં ખર્ચાય છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
પર
જે સત્ત્વની ફારવણીમાં અહિ‘ત પરમાત્માનું' નિમિત્ત મળે તે સત્ત્વ જ ઉત્કૃષ્ટ સત્ત્વ છે. તે જ ઉત્કૃષ્ટ તત્ત્વ છે અને તે જ ઉત્કૃષ્ટ ગતિ એટલે શરણ છે. તે સિવાય જીવનું કોઈ શરણુ છે જ નહિં અને તેજ મતિ ઉત્કૃષ્ટ મતિ છે કે જે મતિ અરિહંત ભગવતાએ કહેલ તવામાં વિશ્રાંતિ પામે છે. જ્યાં વિષયવિધયા અરિહંત પરમાત્મા આવે છે તે તમામ શક્તિ-સામગ્રી પરમ ઉત્કૃષ્ટ ખની જાય છે. એટલે એ બધા પ્રભાવ અરિહંત પરમાત્માના છે.
તત્ત્વષ્ટિએ જોઈએ તા અરિહંત પરમાત્મા દાતા છે, અરિહંત પરમાત્મા ભ્રાતા છે, અરિહંત પરમાત્મા સમગ્ર વિશ્વમય છે. સર્વત્ર અહિ'ત પરમાત્માના વિજય વર્તી રહ્યો છે અને જે અરિહંત પરમાત્મા છે તે હું જ છું અર્થાત્ શુદ્ધનયથી હું. પેાતે જ અહિ°ત સ્વરૂપ છું.
આવી રીતે રહેત પરમાત્માને અનન્યભાવે ભજનારા આત્મા પણ અંતે અરિહંત સ્વરૂપ અને છે. એ પ્રમાણે શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજશ્રીએ શક્રસ્તવમાં સ્પષ્ટ પણે ફરમાવ્યું છે.
આપણે સૌ અરિહંત પરમાત્માની ભક્તિમાં તટ્ટાલીન થઈ એવી દશા પ્રાપ્ત કરનારા અનીએ. એજ મ’ગલકામના.
*
जिना दाता जिनेा भोक्ता, जिन : सर्वमिदं जगत् । जिना जयति सर्वत्र, यो जिन : सोऽहमेव च ॥
—રાતવઃ
Page #80
--------------------------------------------------------------------------
________________
ધ્યાનની ભાવના
ધ્યાનમાં પ્રવેશ કરવા માટે ભાવના એ દ્વાર છે. અને ધ્યાનમાંથી નિવૃત્ત થયા પછી બહાર નીકળવાનું પણ એજ દ્વાર છે. ધ્યાન નિશ્ચલ અધ્યવસાયરૂપ છે. ભાવના ચિ'તન સ્વરૂપ છે.
61
“ ઉત્તમ ભાવના ભાવતાં જીવ યાવત કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકે છે. ” અને “ યાદી માત્રના ચય, દ્ધિમર્થાત સાદી ’” ઈત્યાદિ વાકયા ખૂબ જ મનનીય છે, છદ્મસ્થદશામાં ધ્યાનાવસ્થામાં સદાકાળ ટકી શકાતું નથી, તેથી ભાવનાની આવશ્યકતા રહે છે. હૃદય શુભ ભાવનાથી ભાવિત ન હોય તા દુર્ધ્યાનરૂપી પિશાચ તેને અનેક રીતે છળી જાય છે અને ક્ષણવારમાં દુષ્કૃતના ઉંડા ખાડામાં ધકેલી દે છે. આથી ધર્માંતત્ત્વના ટૂકે! સાર એ છે કે-સદા શુમ ભાવનામાં રમણતા કર્યા કરવી.
ધર્મના દરેક અનુષ્ઠાનને ભાવનાને વિષય બનાવી શકાય છે. ભાવના વિનાનું અનુષ્ઠાન એટલે લુણુ વિનાનું ભાજન. તેવા અનુષ્ઠાનથી અનુષ્ઠાન કરવા છતાં તેના અનુઅ'ધ પડી શકે નહિ....! અને ભાવનાપૂર્વક મનુષ્ઠાન એટલે
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૪
અનુખ ધવાળુ અનુષ્ઠાન. માત્ર અનુષ્ઠાન તારતું નથી પણ અનુષ્ઠાન ઉપરની ભાવના અને તેના ઉપરના પ્રેમ તારે છે. આ પ્રેમ પ્રગટાવવા માટે અનુષ્ઠાનગત અને અનુષ્ઠાનદાતાગત જે શ્રેષ્ઠતા રહેલી છે તે સબધી ઉચ્ચતર ઉજજવલ વિચારા કરવાથી દિનપ્રતિદિન ભાવના દૃઢ થતી જાય છે.
ધ્યાન એ ભાવનાના પરિપાક છે. અને ભાવના પ્રયત્નસાધ્ય છે. મન પાસેથી ઉચ્ચમાં ઉચ્ચ કામ લેવાનુ સાધન ભાવના છે. ધ્યાન ફળસ્વરૂપ છે. પ્રયત્ન તે ભાવનામાં જ કરવાના હૈાય છે.
ચાગના અનેક પ્રકાશ છે. જેમ કે પ્રીતિ-ભક્તિ આદિ. ઈચ્છા પ્રવૃત્તિ આદિ, પંચાચાર આદિ, જ્ઞાન-દન આદિ, ક્ષમા-નમ્રતા આદિ, યમ-નિયમ આદિ અને દાન શીલ આદિ. આ બધા પ્રકારામાં ભાવનાના પુટ આપ્યા હાય તા જ તે સમાપત્તિમાં હેતુ મને. ભાવના વિના સમાપત્તિ સુધી પહોંચી શકાય નહિ', મનને પરમાત્માની સાથે એકાકાર કરવામાં વચ્ચે ભાવના ઘણુંા સુંદર ભાગ ભજવે છે. તેને ધ્યાનની કૃતિ કહી શકાય. અનુભવરૂપી મિત્રને મેળવી આપનાર પ્રથમ ભાવના જ કાર્યકારી અને છે અને ત્યારપછી અનુભવરૂપી મિત્ર પરમાત્માને મેળવી આપે છે.
છઠ્ઠા-સાતમા ગુણસ્થાનક સુધી અર્થાત્ વર્તમાન કાળમાં જેટલી ઉચ્ચ સ્થિતિ મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે, તેમાં ભાવનાના પ્રભાવ ઘણુા મેાટા છે. ત્યાં સુધી પહેોંચા
Page #82
--------------------------------------------------------------------------
________________
પપ
ડવાનું સામર્થ્ય ભાવનાનું છે. જે ભાવના નીકળી જાય તો ક્રિયારૂપી કલેવર તો રહે પણ પ્રાણ ન રહે તેથી તે ક્રિયા નિર્જીવ કિયા બની જાય એટલા માટે શાસ્ત્રકારોએ
અહિંસાદિ દરેક વ્રતના નિરૂપણ વખતે ભાવનાનું પણ વિધાન સાથે જ કરેલું છે.
ધર્મને તમામ ઉપદેશ માત્ર સાંભળવા પૂરતે કે બીજાને સંભળાવવા પૂરતું જ નથી પણ પ્રત્યેક ઉપદેશ ભાવિત કરવા માટે હોય છે. જે ઉપદેશ ભાવિત ન બને તે તે આપણે ન બને અભાવિત જ્ઞાનની ખાસ કિંમત નથી. ભાવિત જ્ઞાનની કિંમત ઘણી મોટી છે.
જ્ઞાનસાર આદિ ગ્રંથની નીપજ એ ભાવિત જ્ઞાનનું ફળ છે, ઉપદેશને આત્મામાં ઉડે સુધી ભાવિત કરવા માટે તેવા ગ્રંથેની રચનામાં ઘણું સામર્થ્ય હોય છે.
શાસ્ત્રોમાં ધર્મધ્યાનને ભાવિત કરવા માટે કાર્યમાં કારણને ઉપચાર કરીને અનેક ભાવનાઓ બતાવવામાં આવી છે. જેને ભાવિત કરવાથી સમાપત્તિ-એકાગ્રતા પ્રાપ્ત થાય તેવી રીતે યાનની શ્રેષ્ઠતા અનેક ઉપમા દ્વારા પણ બતાવવામાં આવી છે. જેમ કે–
ધ્યાન એ જ નિશ્ચય મેક્ષમાગ સ્વરૂપ છે. ધ્યાન એ જ શુદ્ધાત્મસ્વરૂપ છે. ધ્યાન એ જ પરમહંસ સ્વરૂપ છે. ધ્યાન એ જ વિષ્ણુસ્વરૂપ છે. ધ્યાન એ જ શિવસ્વરૂપ છે. ધ્યાન એ જ બુદ્ધસ્વરૂપ છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
પં
ધ્યાન એ જ જિનસ્વરૂપ છે. ધ્યાન એ જ સિદૃસ્વરૂપ છે. ધ્યાન એ જ નિર્જનસ્વરૂપ છે. યાન એ જ નિલસ્વરૂપ છે. ધ્યાન એ જ સ્વવેદનસ્વરૂપ છે. ધ્યાન એ જ છુ આત્મદર્શનસ્વરૂપ છે. ધ્યાન એ જ પરમાત્મદર્શનસ્વરૂપ છે. ધ્યાન એ જ પરમધ્યેયસ્વરૂપ છે. ધ્યાન એ જ પાાિમિક ભાવરૂપ છે. ધ્યાન એ જ મુદ્દે ચારિત્રરૂપ છે. ધ્યાન એ જ અત્યંત પવિત્રરૂપ છે. ધ્યાન એ જ પરમતત્ત્વરૂપ છે. ધ્યાન એ જ ઉત્કૃષ્ટ જ્યેાતિરૂપ છે. ધ્યાન એ જ આત્માનુભૂતિરૂપ છે. ધ્યાન એ જ આત્મપ્રતીતિરૂપ છે. ધ્યાન એ જ વિત્તિરૂપ છે. ધ્યાન એ જ પરમાનંદસ્વરૂપ છે. ધ્યાન એ જ નિત્યાન દસ્વરૂપ છે. ધ્યાન એ જ સહજાનંદસ્વરૂપ છે. ધ્યાન એ જ સદાનંદસ્વરૂપ છે. ધ્યાન એ જ પરમ સ્વાધ્યાયરૂપ છે. ધ્યાન એ જ નિશ્ચય મેાક્ષના ઉપાયરૂપ છે. ધ્યાન એ જ પરમબાધસ્વરૂપ છે, ધ્યાન એ જ પરમ અસ્વરૂપ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
ધ્યાન એ જ પરમ ચોગસ્વરૂપ છે. ધ્યાન એ જ નિશ્ચય પંચાચારસ્વરૂપ છે. ધ્યાન એ જ અયામ સારસ્વરૂપ છે. ધ્યાન એ જ નિશ્ચલ પડાવશ્યકરૂપ છે. ધ્યાન એ જ અભેદરત્નત્રયીસ્વરૂપ છે. ધ્યાન એ જ વીતરાગ સામાયિકરૂપ છે. ધ્યાન એ જ ઉત્તમ શરણસ્વરૂપ છે. ધ્યાન એ જ કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં અનંતર
કારણરૂપ છે. ધ્યાન એ જ સમસ્ત કર્મોના ક્ષયમાં કારણરૂપ છે. ધ્યાન એ જ ઉત્તમ મંગલ સ્વરૂપ છે. દયાન એ જ નિશ્ચય આરાધના રવરૂપ છે. ધ્યાન એ જ પરમ ભાવના સ્વરૂપ છે. ધ્યાન એ જ શુદ્ધાત્મભાવનાથી ઉતપન્ન
સુખાનુભૂતિરૂપ છે. ધ્યાન એ જ ઉત્કૃષ્ટ કલા સ્વરૂપ છે. ધ્યાન એ જ પરમ અતિ સ્વરૂપ છે. ધ્યાન એ જ પરમ તૃપ્તિ સ્વરૂપ છે. ધ્યાન એ જ ધમયાન સ્વરૂપ છે. યાન એ જ રાગાદિ વિકલ્પથી રહિત અવસ્થા
સ્વરૂપ છે. ધ્યાન એ જ પરમ સ્વાચ્ય સ્વરૂપ છે. દવાન એ જ ઉત્કૃષ્ટ વીતરાગરૂપ છે. ધ્યાન એ જ ઉત્કૃષ્ટ સામ્યભાવરૂપ છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
ધ્યાન એ જ ભેદવિજ્ઞાનરૂપ છે. ધ્યાન એ જ ચિદ્રશ્ય સ્વરૂપ છે. ધ્યાન એ જ ઉત્કૃષ્ટ સમવરસ છે. ધ્યાન એ જ આહલાદક સ્વરૂપ છે. દયાન એ જ પરમ પ્રકાશ સ્વરૂપ છે. ધ્યાન એ જ અનંત પરાક્રમ સ્વરૂપ છે.
તત્વથી વિચારીએ તો શુદ્ધ રત્નત્રયી આત્મામાં જ છે. તેથી આતમા એ જ શરણુ છે. શ્રી અરિહંતાદિ પંચ પરમેષ્ઠિ આત્મામાં જ સ્થિત છે તેથી આત્મા એ જ શરણ છે.
આતમા જ ભાવનાઓમાં નિમિત્ત છે. આત્મા જ જ્ઞાનમાં નિમિત્ત છે. આમા જ પ્રત્યાખ્યાનમાં નિમિત્ત છે. આત્મા જ સંવરભાવમાં નિમિત્ત છે. આત્મા જ ધ્યાનમાં નિમિત્ત છે. કેવળજ્ઞાન મારે સ્વભાવ છે. કેવળદર્શન મારો સ્વભાવ છે. અનંતસુખ મારે સ્વભાવ છે. અનંતવીય મારો સ્વભાવ છે.
આવી રીતે ભાવનાથી આત્માને ભાવિત કરવાથી, વારંવાર તેને અનુપ્રેક્ષાપૂર્વક સ્વાધ્યાય કરવાથી અંદર
Page #86
--------------------------------------------------------------------------
________________
પટ
રહેલે જ્ઞાન પ્રકાશ પ્રગટ થવા લાગે છે. અને તેથી સૂકમ પદાર્થોને પણ સમજવાની ચેગ્યતા પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ શાસ્ત્રોમાં સ્વાધ્યાય ઉપર ખૂબ વજન આપવામાં આવ્યું છે. અને “ સ્વાધ્યાય સમાન તપ નથી” એમ ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. કાર્યસિદ્ધિમાં તપ એ સૌથી પ્રધાન હેતુ છે અને તે તપમાં પણ સ્વાધ્યાયની સૌથી શ્રેષ્ઠ તપ તરીકેની ગણના કરવામાં આવી છે, કારણ કે સ્વાધ્યાય વિના જ્ઞાન ભાવિત થતું નથી. સ્વાધ્યાય માત્ર પાઠ કરી જવા માટે નથી પણ પદાર્થોને ભાવિત કરવા માટે છે. એટલા માટે જ યોગશાસ્ત્રમાં પાંચ મહાવ્રતના વર્ણન પછી તરત જ દરેક મહાવ્રતને પાંચ પાંચ ભાવનાથી અર્થાત્ તેને પચ્ચીશ ભાવનાથી ભાવિત કરવાનું કહ્યું છે અને ત્યાં જણાવ્યું છે કે ભાવનાથી ભાવિત થનારને કેને મહાવ્રત અવ્યયપદ ન આપે ? અર્થાત્ ભાવિત થનારને અવશ્ય અવ્યયપદ આપે. એવી જ રીતે દર્શન જ્ઞાન, ચારિત્ર અને તપની પણ ભાવના બતાવવામાં આવી છે. અનિત્યાદિ બાર ભાવનામાં પણ અંતર્ગત અનેક ભાવનાઓ બતાવવામાં આવી છે. મૈત્રી આદિ ચાર ભાવના અને સત્તાદિ પાંચ ભાવના પણ પ્રસિદ્ધ છે. ટૂંકમાં કહેવું હોય તે તમામ શ્રતજ્ઞાન આત્મામાં ભાવિત કરવા માટે છે. ભાવના જગાડવા માટે છે. જિનેક્ત તો પ્રત્યે શ્રદ્ધા, રુચિ અને પ્રેમ જગાડવા માટે છે. સિદ્ધાંતના પદોને જે બરાબર ભાવિત કરવામાં આવે તો તે થોડા પદે પણ મોક્ષને હેતુ બને છે. ઉપશમ, વિવેક અને સંવર આ ત્રણ પદની ભાવના કરતાં
Page #87
--------------------------------------------------------------------------
________________
ચિલાતી પુત્રે આત્મહિત સાધી લીધું માત્ર એક સામાયિક પદને ભાવિત કરીને પણ અનેક આત્માઓ સિદ્ધિગતિને પામ્યા છે-જ્ઞાનને ભાવિત કરવાને ઉપાય સ્વાધ્યાય છે.
અને એ દષ્ટિએ સ્વાધ્યાયને સૌથી વિશેષ વિશુદ્ધિને હેતુ કહેલ છે. પ્રત્યેક શુભ યોગમાં વર્તતે આત્મા અવશ્ય કમ નિર્ભર કરે છે. પરંતુ સ્વાધ્યાય ચોગમાં વતંતે આત્મા વિશેષ પ્રકારે કર્મનિર્ભર કરનાર બને છે.
પ્રશ્ન:- અહીં જિજ્ઞાસુને એ પ્રશ્ન થ સંભવિત છે કે સંક્ષેપમાં કેવી રીતે ધ્યાનની ભાવના કરવી ?
તેને ઉત્તર નીચે પ્રમાણે છે(१) आर्तरौद्रद्वयं त्यक्त्वा निजात्मनि रतः-परिणतः तल्लीयमानस्तञ्चित्तस्तन्मयो भूत्वा आत्मसुखस्वरूपं तन्मयत्वं - परमध्यानं चिन्तनीयम् ॥
આત અને રદ્રધ્યાનનો ત્યાગ કરી આત્મામાં મનને લીન કરી, આત્મામાં તન્મય થઈ આમ સુખસ્વરૂપ એવા પરમ દયાનનું ચિંતન કરવું જોઈએ-ભાવના ભાવવી જોઈએ.
(२) विवर्जितसकलविकल्पः आत्मस्वरूपे मनः निरुन्धन् यचिन्तयति सानन्दं तद् धयं उत्तमध्यानम् ॥
સંકલ્પ-વિકલપને ત્યાગ કરી અનંત સુખસ્વરૂપ આત્મામાં મનને જોડી આનંદપૂર્વક ચિંતવન કરવું, ભાવના ભાવવી એજ શ્રેષ્ઠ ધર્મધ્યાન છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
નામમત્ર
( નામસ્મરણના પ્રભાવ)
પરમાત્માના નામના મ‘ગળ જાપ કરવાથી સવ પાપના વિચ્છેદ થાય છે અને સર્વ મંગળની પ્રાપ્તિ થાય છે. ભગવાનના જેમ ગુણગણના પાર નથી તેમ ભગવાનના નામેા પણ અપાર છે. ત્રણે લાકના તમામ જીવનું રક્ષણ કરવાનું' સામર્થ્ય ભગવાનના નામમાં છે.
આત્મજ્ઞાન માટે નામસ્મરણ એ સહેલામાં સહેલે અને સૌથી પ્રાથમિક ઉપાય છે. વારંવાર ભગવાનના નામનું સ્મરણ કરવાથી તે મરણુ અંતે સમાધિમાં પરિણમે છે.
ભગવાનના નામનું સ્મરણ કરવાથી માણુસ ન સમજી શકે તેમ ઘણા ઊંચે ચઢે છે. શરીર પ્રત્યેની મમતાથી તે છુટા થાય છે અને ભગવાન સાથે એકતા અનુભવવા માંડે છે. શરત એટલી જ છે કે શુદ્ધ ભાવ, પ્રેમ અને * નામાવિ વાતિ મરતે મથતા નન્તિ |
( ચાળમંવિશ્તાન)
Page #89
--------------------------------------------------------------------------
________________
દિવ્ય ભક્તિથી પ્રભુના નામનું સ્મરણ થવું જોઈએ. તેમ થાય તે સકલ મને રથની સિદ્ધિ માટે તે કામધેનુ, કલ્પદ્રુમ, ચિંતામણિ રત્ન અને કામઘટ કરતાં પણ અધિક પ્રભાવશાળી બની જાય છે.
જેમાં ભગવાનના ગુણગર્ભિત એકહજારથી પણ વિશેષ નામ આવે એવા મહાપ્રભાવશાળી તેત્રો ભક્તહદય પૂર્વના મહાપુરુષોએ રચ્યાં છે. તે સ્તોત્રો આજે પણ જોવા મળે છે. અનેક ઉત્તમ રુચિવાળા હળક ભવ્યાત્માઓ તેના મરણ દ્વારા પરમાત્માને પિતાના હૃદયમાં સ્થિર કરવા તે નામોને આજે નિત્ય પાઠ પણ કરે છે. એક
પ્રભુ સહજાનંદ સ્વરૂપે એકરૂપ હોવા છતાં પ્રભુના ગુણગર્ભિત ભિન્ન ભિન્ન નામ દ્વારા પ્રભુની અનેક વિશેષતાઓ આપણા ખ્યાલમાં આવે છે. કારણ કે દરેક વિભિન્ન નામમાં કંઈ ને કંઈ વિશેષતા હોય જ છે. જગતમાં છ ભિન્ન ભિન્ન રુચિવાળા હોય છે. તેમાં ભગવાનના વિવિધ નામ
સ્મરણથી પણ ઘણા જીને ભાવવૃદ્ધિ થવી સહજ છે. તેથી મહાપુરૂષ રચિત અલગ અલગ તેત્રોમાંથી થોડાંક નામો ચુંટીને અહીં તેને સરળ ભાષામાં રજુ કરવામાં આવ્યા છે. તેટલા નામને પણ નિત્યનો પાઠ લાભકારી છે.
* શ્રી જિન સહસ્ત્ર નામ જેવાની ભાવનાવાળાએ જૈન સાહિત્ય વિકાસ મંડળ તરફથી પ્રકાશિત “શ્રી નમસ્કાર સ્વાધ્યાય” નામનો ગ્રંથ જો.
Page #90
--------------------------------------------------------------------------
________________
૩
નિત્ય તેમાં સ્નાન કરનાર મહાનુભાવ પેાતાના આત્મા ઉપર લાગેલા પાપમળને દૂર કરી. દિનપ્રતિદિન વધુ ને વધુ સ્વચ્છતા પ્રાપ્ત કરશે એ સંદેહ વિનાની વાત છે. સૌ કાઈ સાધકને ઓછાવત્તા પ્રમાણમાં સ્વાનુભવ સિદ્ધ એવી આ હકીકત છે.
તત્ત્વથી વિચારીએ તે પ્રભુ અને આપણે જુદા નથી. એ દૃષ્ટિએ જયારે અભેદ નમસ્કાર સુધી આપણે પહોંચીએ છીએ ત્યારે આપણા નમસ્કાર તાત્ત્વિક અને છે. તાત્ત્વિક નમસ્કાર જ્યારે સામર્થ્ય ચૈાગના ઘરના થાય છે ત્યારે તે એક જ નમસ્કાર જીવને સ ́સારસાગરથી પાર ઉતારનારા
તેનુ
મને છે. આવુ· અચિંત્ય સામર્થ્ય પ્રભુસ્મરણનું છે. સાધન પ્રભુનું નામ છે. એટલે પરમાત્માનુંનામ આ ભય - કર ભવસાગરને પાર ઉતારવા માટેનુ એક સુંદરમાં સુંદર સાધન છે. હવે અહીં ભગવાનનાં કેટલાંક નામા જણાવીએ છીએ.
ભગવાનનાં વિવિધ નામેા
‘વિ જીવ કરૂ`શાસનરસી ' એ ભાવનાને પ્રકૃષ્ટ ભાવે-ભાવનારા,
અનંત કરૂણાના સાગરે
દુ:ખીજનવત્સલ નિષ્કારણું ઉપકારી પાથ પરાયણ
જન્મથી મહાવિરાગી
જન્મથી મહાવિનીત
જન્મથી મહાકૃતજ્ઞ જન્મથી મહાધીર
Page #91
--------------------------------------------------------------------------
________________
સવન
જન્મથી મહાવીર
રમણુતા કરનારા જનમથી મહાગંભીર
સકલ દોષથી રહિત જન્મથી મહાત્યાગી
પતિતપાવન
અનંત ગુણના સ્વામી અપ્રતિબદ્ધ વિહારી
વીતરાગ શત્રુ-મિત્ર પ્રત્યે સમચિત્તવાળા
સર્વદર્શી નિંદક–પ્રશંસક ઉપર
સર્વથા કૃતકૃત્ય સમચિત્તવાળા
શૈલેયપૂજિત સુખ દુખમાં
દેવાધિદેવ સમચિત્તવાળા
ધર્મતીર્થના સ્થાપક લાભ-અલાભમાં સમચિત્તવાળા ભવ્ય જીના એક જ
આધાર ભવ–મોક્ષ ઉપર સમચિત્તવાળા
ચેત્રિશ અતિશયોને મહાન તપસ્વી
- ધારણ કરનારા નિષ્કામી
વાણીના પાંત્રીશ ગુણયુક્ત નિ કષાયી
યથાસ્થિતાર્થવાદી નિસગી
ત્રિપદીના દાતા પરભાવથી સર્વથા રહિત એકાંતે આત્યંતિકરાગ-દ્વેષ મેહના પરમ | હિતકારી વચન બોલનારા
- વિજેતા | પાંચ કારણુવાદના પ્રરૂપક શુદ્ધ આત્મસ્વરૂપમાં | મોક્ષને માર્ગ બતાવનારા
Page #92
--------------------------------------------------------------------------
________________
અહંત
સ્થાવાદગાલિત જીવાદ | સમ્યફ શ્રદય
તરના ઉપદેશક | ગીગમ્ય અહિંસક સંયમ માર્ગના દશક
ભગવાન સર્વ જીનું રક્ષણ
સ્વયંસંબુદ્ધ
પુરુષોત્તમ ભવભયના નાશક
લકત્તમ ભવસાગરમાં જહાજ
અભયદાતા ભવઅટવીમાં સાર્થવાહ સકલ મંગલાના કુલ
તરણતારણ જગદીપ
પરમકારુણિક
મહાસ જગદાધાર
જિતમારબલ મહાબ્રહ્મચારી
સનાતન પરમાત્મા પરમતિ
ઉત્તમ બ્લેક પરમ પરમેષ્ટિ પરમગી
ગોવિંદ પરમેશ્વર
વિષ્ણુ અનંતગુણ પૂર્ણ સ્વતંત્ર
અનંત યોગીન્દ્ર પ્રાણનાથ અયુત સમ્યગૂ ધ્યેય | શ્રીપતિ
જિલ્થ
Page #93
--------------------------------------------------------------------------
________________
ઋષીકેશ
જગન્નાથ
અજ
અચલ
અવ્યય
વિભુ
અચિત્ય આદિ કેશવ
આદિ શિવ
આદિ બ્રહ્મ
પરમ શિવ
સદા શિવ
મહાદેવ
શકર
મહેશ્વર જગત્ પિતામહુ સ્વય' ક
સ્વય હર્તા
સ્વયં પાલક
સર્વ સમ
ૐકાર સ્વરૂપ સર્વ દેવમય
સર્વ તી મય સત્ર ધ્યાનમય સર્વ સત્રમય
સર્વ રહસ્યમય સર્વ જ્ઞાનમય
સવ તેજોમય
સર્વ હિતદાતા
પુણ્ય શ્લાક
અરહસ્ય રહસ્ય
અસ્પૃહ સ્પૃહણીય અચિંત્ય ચિંતનીય અસંકલ્પિત કલ્પદ્રુમ અચિંત્ય ચિંતામણિ અકામ કામધેનુ
અનંત અવ્યાખાય
સુખના ભાગી
સદા સ્વ-સ્વરૂપમાં
રમતા કરનારા
જન્મ-જા-મૃત્યુથી સર્વથા રહિત
અરૂપી અગુરુલઘુ ગુણુને
ધારણ કરનારા
અનત શક્તિના માલિક સિદ્ધગતિને પામેલા
નિરજન
નિરાકાર ચૈાતિ સ્વરૂપી સકલ સુખાને આપનારા
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉપસહાર અને પ્રાર્થના.
હું પ્રભેા ! મને આપના સિવાય બીજુ કાઇ શરણુ નથી. મારે માટે આપ એક જ શરણરૂપ છે, તેથી મારા ઉપર કરુણાભાવ રાખીને આપ મારુ રક્ષણ કરા! રક્ષણ કરા!
•
હે, નાથ ! આપ ક્રમ રાગથી રીખાતા એવા દુઃખી જીવા ઉપર વાત્સલ્યભાવ ધારણ કરનારા છે, શરણે આવે. લાને શરણુ આપવાવાળા છે, કરુણાના પવિત્ર ઘર છે, જિતેન્દ્રિય પુરુષોમાં શિરામણભૂત છે, હુ' આપને ભક્તિ ભાવથી નમસ્કાર કરુ છુ અને પ્રાથના કરુ છુ... કે મારા ઉપર દયા કરીને દુઃખની ઉત્પત્તિના કારણભૂત મારા કમાંના નાશ કરો. હે નાથ ! આપને પ્રણામ કરવાથી મારા દુઃખના ક્ષય થાઓ, દુઃખના કારણભૂત ક્રર્માને ક્ષય થાએ, આપના પ્રભાવથી મરણ વખતે મને સમાધિ મળેા અને ભવાભવ મને એધિબીજની પ્રાપ્તિ થાઓ, એ રીતે હું... આપને નમ્ર પ્રાથૅના કરું છું. શ્ર
* અન્યતઃ શરનું નાસ્તિ, ત્વમેવ શરનું મમ | तस्मात् कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥ १ ॥ હ્યું નાથ ! દુલિનનવલ! દે શય !, कारुण्यपुण्यवसते ! વસમાં વરેન્ચ ! । भक्त्या नते मयि महेश ! दयां विधाय दुःखांकुरोद्दलन तत्परतां વિષેદ્ ॥ ૨ ॥ ( શ્રી ચાળમંદિર સ્તોત્ર ) दुक्खखओं कम्मखओ, समाहिमरणं च बोहिलाभो अ । संपजउ मह एअं तुह नाह ! पणामकरणेणं || ३ |
Page #95
--------------------------------------------------------------------------
________________
મહાત્મા શ્રી આનંદધનજી મ॰ કૃત ભગવાનના વિવિધ નામ ગર્ભિત શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનુ’સ્તવન.
( રાગ સારંગ મલ્હાર લલનાની દેશી)
શ્રી સુપાર્જિન વ‘દ્ધિએ, સુખ-સપત્તિના હેતુ લલના; શાંત-સુધારસ-જલનિધિ, ભવસાગરમાં સેતુ લલના. શ્રી સુ૦ ૧
સાત મહાભય ટાળતા, સક્ષમ જિનવર દેવ લલના; સાવધાન-મનસા કરી, ધારા જનપદ્મ-સેવ લલના શ્રી સુર્
અ`ઃ- સુખ અને સપત્તિના આપનાશ, શાંતરસરૂપી અમૃતના સમુદ્ર, સ'સારરૂપી સમુદ્રને પાર કરવા માટે પૂલ સમાન, સાત મહાભયાના નાશ કરનારા, એવા સાતમા શ્રી સુપાર્શ્વનાથ જિનેશ્વરને વદન કરી અને સાવધાન મનથી-અર્થાત્ જાગૃત મનથી તે જિનેશ્વર પ્રભુના ચરણકમળની સેવા કરવાના નિશ્ચય કરો તેમની સેવા કરી. ૧-૨
Page #96
--------------------------------------------------------------------------
________________
鸵
શિવ શંકર જગદીશ્વ, ચિટ્ઠાન' ભગવાન લલના; જિન અરિહા તીથક, નૈતિસ્વરૂપ અસમાન લલના શ્રી સુ૦ ૩ અલખ નિર્જન વલ, સકલ-જંતુ-વિશરામ લલના; અભયદાન દાતા સદા, પૂર્ણ-આતમરામ લલના. શ્રી સુ૦૪ હવે પરમાત્મા જુદા જુદા અનેક નામા ધરાવે છે, તે કહે છે
(૧) શિવ-કલ્યાણકારી (૨) શકર્=સુખ કરનારા (૩) જગદીશ્વર=જગતના ઈશ્વર (૪) ચિઢ્ઢાન≠=જ્ઞાનાનંદમય (૫) ભગવાન=ઐ (૬) જિન=રાગ-દ્વેષ જીતનારા (૭) અરિહા=પૂજાને યાગ્ય (૮) તીર્થંકર=ધમ તીથ ની
યુક્ત
સ્થાપના કરનારા
(૯) જ્યોતિસ્વરૂપ=તેજોમય (૧૦) અસમાન=જેની સમાન ખીજું કાઇ ન હેાય એવા. (૩)
(૧૧) અલખલક્ષ્યમાં ન આવે તેવા
(૧૨) નિર’જન=મેલ હત-નિમ ળ
(૧૩) વત્સલ–દયાળુ
(૧૪) સકલ જંતુ વિશ્રામ=સવ વાના વિસામારૂપ
(૧૫) અભયદાનદાતા=નિભ*ય વૃત્તિનું દાન આપનારા
(૧૬) સદા પૂર્ણ આતમરામ= હમેશા સંપૂર્ણ આત્મ સુખમાં મગ્ન. (૪)
વીતરાગ મદ-કલ્પના રતિ-મતિ-ભય-સેગ લલના; નિદ્રા-ત’દ્રા-દુર‘દશા-રહિત અઘ્યાધિત યોગ લલના, શ્રી સુ૦ ૫ પરમ-પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના; પરમ પદાર્થ પરમેષ્ઠી, પરમદેવ પરમાન લલના. શ્રી સુ૦ ૬
Page #97
--------------------------------------------------------------------------
________________
દેવ
(૧૭)વીતરાગ રાગ-દ્વેષ વિનાના(૨૭) પરમ પુરુષ શ્રેષ્ઠ પુરુષ (૧૮) મદ રહિત=મદ વિનાના | (૨૮) પરમાત્મા શ્રેષ્ઠ આત્મા (૧૯)કલ્પનારહિત=કપના વિના (૨૯) પરમેશ્વર ઉચ્ચ પ્રકારની (૨૦) રતિ રહિત=રતિ વિનાના
શક્તિ ધરાવનારા અરતિ રહિત અરતિ વિનાના (૩૦) પ્રધાન મુખ્ય (૧) ભય રહિત=ભય વિનાના 1 (૩૧) પરમ પદાર્થ શ્રેષ્ઠ વસ્તુરૂપ (૨૨) શેક રહિત શેક વિનાની | (૩૨) પરમેષ્ઠી ઉંચામાં ઉંચી (ર૩) નિદ્રા રહિત નિદ્રા વિનાને (૨૪) તા રહિત=ા વિનાના
પદવી-સ્થાન પર રહેલા (રપ) દુર્દશા રહિત દુર્દશા (૩૩) પરમ દેવ=મોટામાં મોટા
વિનાના (૨૬) અબાધિત ગજાગતા (૩૪) પરમાન પ્રમાણભૂત અથવા
યોગવાળા-સ્થિર સમાધિવાળા | ઉંચામાં ઉંચા સન્માનને પાત્ર વિધિ વિરંચી વિશ્વભરુ હૃષિકેશ જગનાથ લલના; અaહર અમેચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના.
શ્રી સુ૦ ૭ (૩૫) વિધિ મેક્ષ માગનું | (૩૮) હૃષિકેશ=ઈન્દ્રિોના સ્વામી,
વિધાન કરનાર | ઈન્દ્રિય ઉપર કાબુ કરી ચૂકેલ (૩૬) વિરચિ=બ્રહ્મા | (૩૯) જગન્નાથ=જગતના સ્વામી (૩૭) વિશ્વભર=વિશ્વ વ્યાપક- (૪૦) અઘહર=પાપોને નાશ કેવળી સમુદ્ધાત વખતે આત્મ
' કરનાર પ્રદેશથી વિશ્વને ભરી દેનાર ) (૪૧) અઘમાચન=પાપથી છૂટેલા અથવા જ્ઞાનગુણથી વિશ્વના અથવા પાપથી છોડાવનારા સકળ પદાર્થો ઉપર પ્રકાશ | (૪૨) ધણુ વામી નાખી વિશ્વને ભરી દેનાર ! (૪૩) મુક્તિ=સવ કમથી રહિત
Page #98
--------------------------------------------------------------------------
________________
૧
(૪૪) પરમપદ્મ=ૐ ચામાં ઊંચુ
(૪૫) સાથ=દરેક સઅેકટમાં સાથે સ્થાન–મેાક્ષમય | આપનાર અથવા મુક્તિરુપી પરમપદની પ્રાપ્તિમાં સાથ આપનાર છ એમ અનેક અભિધા કરે, અનુભવ-ગમ્ય-વિચાર લલના; જે જાણે તેહને કરે, આનદુઘન અવતાર લલના. શ્રી સુ૦ ૮
એ રીતે પરમાત્મા અનેક નામા ધારણ કરે છે. એ નામાના અર્થ અનુભવથી જ સમજાય તેવા છે. આ નામાના વિચાર અનુભવ કરીને જે જાણે, તેના હાથમાં જ આનંદઘનમાં-માક્ષમાં અવતાર છે. તે જીવ જરૂર મેાક્ષમાં પેાતાના અવતાર કરી શકે છે. ૮
પચમ કાળમાં માટે। આધારે પ્રભુનુ' નામ છે. તેનાં ઉપર શ્રી પદ્મપ્રભ ભગવાનનું સ્તવન પદ્મ પ્રભુજીના નામને હેા લાલ, હું જાઉં બલિહાર વિજન; નામ જપતાં દિલ્હા ગમ્મુ, ભત્ર ભય ભ ંજનહાર, વિજન૦ પદ્મપ્રભજીના નામને હા લાલ૦ (૧) લેાચન વિકસિત હાય, વિજન૦ જાણે મીલીયેા સેાય. ર્વિજન
પદ્મપ્રભજીના નામને હેા લાલ૦ (૨) હુલ્લડ઼ા પ્રભુ દેઢાર, વિજન૦ છે મોટા આધાર. વિજન
નામ સુતાં મન ઉલ્લુસે, રામાંચિત્ત હુવે દેહડી,
પંચમ કાળે પામવેશ, તાપણુ તેહના નામને,
નામ ગ્રહે આવી મીલે, મંત્ર બળે જેમ દેવતા,
ધ્યાન પદસ્થ પ્રભાવથી, માનર્વિષય વાચક કડું,
પ્રદ્મપ્રભના નામને હા લાલ૦ (૩) મન ભીતર ભગવાન, ભવિજન વહાલા કીધે આાન. વિજન પદ્મપ્રભજીના નામને ચાખ્યા અનુભવ સ્વાદ, ભજન મૂઢ્ઢા ખીજો વાદ. વિજન પદ્મપ્રભજીના નામને હેા લાલ૦ (૫)
હેા લાલ૦ (૪)
Page #99
--------------------------------------------------------------------------
________________
ભગવાનની ઉત્કૃષ્ટ સાધના—
હું.પ્રભા, આપ કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય છે. હે....પ્રભા, આપ ખડ્મી-ગે'ડાની જેમ એકાકી છે. હે....પ્રભા, આપ પક્ષીની જેમ બધનમુક્ત છે. હે...પ્રભુ, આપ ભાર'ડ પક્ષીની જેમ અપ્રમત્ત છે. હે....પ્રભા, આપ કુજર-હાથીની જેમ શૌ'ડીર-પરાક્રમ વાનું છે.
'
હે....પ્રભા, આપ વૃષભની જેમ બળવાન છે. હે...પ્રલે, આપ સિંહની જેમ દુષ છે. હે....પ્રલે, આપ મેની જેમ નિષ્રકપ છે. હે....મલે, આપ સાગરની જેમ ગભીર છે. હે...પ્રભા, આપ 'દ્રની જેમ સૌમ્પલેશ્યાવાળા છે. હૈ..પ્રભા, આપ સૂર્યની જેમ ીપ્સતેજ છે. હે...પ્રભા, આપ જાત્યકનકની જેમ જાતરૂપ છે.. હે....પ્રભા, આપ કાંસ્ય પાત્રની જેમ નિલેષ છે. હે...પ્રભા, આપ શ'ખની જેમ નિરજન કા. હૈ....પ્રભા, આપ જીવની જેમ અપ્રતિહત ગતિવાળા છે. હૈ....પ્રક્ષેા, આપ આકાશની જેમ નિરાલ'બન છે. હૈ....પ્રલે, આપ વાયુની જેમ અપ્રતિબદ્ધ છે.
હે....પ્રભા, શત્રુઋતુના પાણીની જેમ શુદ્ધ હૃદયવાળા છે.. હે....પ્રભા, આપ કમળના પત્રની જેમ નિલે પ છે. હે...પ્રભા, આપ પૃથ્વીની જેમ સઘળું સહન કરવાવાળા છે..* હૈ....પ્રલે, આપ સારી રીતે હવન કરેલા અગ્નિથી જેમ તેજે કરીને જ્વલત છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
ભગવાનનું પરમ સૌભાગ્ય હેપ્રો , આપનું રૂપ હજારો આખોથી જેવાયું છે. હે.પ્રજો, આપના ગુણે હજારો મુખેથી પ્રશંસાયા છે, હે...પ્રભે, આપનું જ્ઞાન હજારો હયાથી અભિનંદાયું છે.
હે..પ્રભે, આપનું બલ હજારો મને માલાએથી આકર્ષાયું છે.
હે....પ્રભે, આપને ઉપદેશ હજારે કાનેથી સંભળાય છે.
હે પ્રભે, આપની કાયા હજારો અંજલીઓથી આદર પામી છે.
હે...પ્રલે, આપના કલ્યાણ કે હજાર જીથી ઉજવાયા છે. હે...પ્રણે, આપના બિબે હજારો પ્રાણુઓથી પૂજાયા છે.
હે પ્રભો, આપનું નામ હજારે જીને તારનારૂં બન્યું છે. - હે પ્રભે, આપના ચરિત્રે હજારોને પ્રેરણા આપનારા બન્યા છે.
સમુદ્ર જેટલું ભાજન-પાત્ર હોય, નીલગિરિ જેટલો મથી. પંજ-શાહીને ઢગલે હય, પૃથ્વી જેટલું પડ-કાગળ હેય, સુતરુની શાખા કલમ હેય અને સાક્ષાત્ ભગવતી સરસ્વતી દેવી લખનાર હોય તે પણ શ્રી વીતરાગ પરમાત્માના ગુણેની સંખ્યાને પાર પામી શકાય તેમ નથી. તેથી અનંતકાળે પણ તે સર્વોચ્ચ પુરુષના ગુણોની સંખ્યા લખી શકાય તેમ નથી. તેથી જ અનુભવ જ્ઞાની પુરુષોને પણ કહેવું પડ્યું છે કે –
અક્ષર થોડા ગુણ ઘણા, સજનના તે ન લિખાય; વાચક જણ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય. જગતગુરુ જાગતે સુખકંદ,
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનદર્શન વખતની વિચારણજિનમૂર્તિની મુખાકૃતિ જોઈ વિચારવું જોઈએ કે- અહે! આ મુખ કેવું સુંદર છે! કે જેના વડે કોઈના પણ અવર્ણ વાદ બેલાયા નથી. જેમાંથી કદી હિંસક કઠેર કે મૃષાવચન નીકળ્યું નથી. તેમાં રહેલી જિલ્લાથી કદી રચનાના વિષયનું રાગદ્વેષથી સેવન કરાયું નથી. કિન્તુ આ મુખ દ્વારા ધર્મ દેશના આપીને અનેક ભવ્ય જીવને આપે આ સંસારસમુદથી પાર ઉતારેલા છે, માટે આપને આ મુખને સહસશ ધન્યવાદ છે. | હે ભગવત્ આપની આ ચક્ષુ દ્વારા-પાંચ વર્ણરૂપ વિષને ક્ષણવારને માટે પણ રાગ અગર દ્વેષથી સહિત પણે કદી પણ ઉપભેગા થયેલ નથી. કેઈ સ્ત્રીની તરફ મોહની દષ્ટિથી કે કઈ દુશ્મનની તરફ ઈર્ષાની દ્રષ્ટિથી જોવાયેલ નથી, માત્ર વસ્તુસ્વભાવને વિચાર કરી આપની ચક્ષુ સદા સમભાવે રહેલ છે. એવા આપના નેને કેટિશઃ ધન્યવાદ છે.
હે ભગવાન આપના આ બે કાને વહે– વિચિત્ર પ્રકારના સગ-ગિણી એ શ્રવણ કરવાના વિષયોનું સરાગપણે સેવન થયેલ નથી. સારા કે નરસા, ભલા કે બુરા,
Page #102
--------------------------------------------------------------------------
________________
بای
જેવા શબ્દો કાને પડ્યા, તેવા સમાવપણે સ'ભળાયા છે, માટે આપના આ બે કાના પણ ધન્યવાદને પાત્ર છે.
હે ભગવન્ આપના શરીરથી– કોઈ પણ જીવની હિં'સા આદિનુ' સેવન થયું નથી, પરંતુ કેવળ યતનાપૂર્વક અને સુખ ઉપજે તેમ વર્તાવવામાં આવ્યુ' છે. ગ્રામાનુશ્રામ વિહાર કરી અને જીવાના 'સારમ ધન તાઢવામાં આવ્યા છે. તથા સર્વ ક્રમના ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટાવવામાં આવ્યા છે.
હું ભગવન્ આપની નાસિકા દ્વારા- સુરભિ કે અસુ રભિ ગધરૂપ પ્રાણેન્દ્રિયના વિષયાના રાગ અગર દ્વેષથી કદી પશુ ઉપલેાગ કરાયેલેા નથી, માટે આપની આ નાસિકાને પણ હજારાવાર ધન્ય છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
ભગવાન સમક્ષ નમ્રભાવે આત્મ-નિરીક્ષણ—
હે...પ્રભા, આાપ નીરાગી છે, હું. રાગી છું. હે...પ્રલેા, આપ દ્વેષી છેા, હું ક્રોધી છું. હે...પ્રક્ષેા, આપ અકામી છે, હું કામી છું. હે....પ્રભુ! આપ નિવિષયી છે, હું વિષયી છું. હે....પ્રભુ, આપ અમાની છે, હું માની છું. હે....પ્રભા, આપ અલૈાભી છે, હું કેાલી છું. હું...પ્રલે, આપ આત્માની છે, હું પુદ્ગલાની છું. હે...પ્રભા, આપ અતીન્દ્રિય સુખના ભેગી .. હું વિષય સુખના ભાગી છું.
હે....પ્રભા, આપ સ્વભાવી છે, હું વિભાવી છું. હૈ...પ્રભા, આપ અજર છે, હું સજર છું. હૈ....પ્રભા, આપ અક્ષય છે, હું ક્ષય પામવાવાળા ', હે...પ્રભા, આપ અશરીર છે, હું... શરીરધારી છુ.
હૈ...પ્રલા, આપ અચળ છે, હું ચઉંચળ છું. હૈ....પ્રભા, આપ અમર છે, હે... મરણ પામવાવાળા
Page #104
--------------------------------------------------------------------------
________________
હે.પ્ર. આપ નિદ્રાહિત છે, હું નિદ્રાહિત છું. હે પ્રભે, આપ નિર્મોહી છે, હું મોહથી મુંઝાયેલ છું. હેપ્રલે, આપ હાસ્થ હિત છે, હું હાસ્ય સહિત છું.
હે..., આપ રતિ-અરતિ રહિત છે, હું રતિ-અરતિ સહિત છું.
હે..પ્રલે, આપ શેક રહિત છે, હું શક સહિત છું. હે.પ્રભે, આપ ભય રહિત છે, હું ભય સહિત છું. હે.કલે, આપ દુર્ગાછા રહિત છે, હું દુગચ્છા સહિત છું. હે....પ્રણે, આપ નિદી છે, હું સવેદી છું. હે , આપ અકુલેશી છે, હું ફલેશ સહિત છું. હે પ્રભો, આપ અહિંસક છે, હું હિંસક છું. હે...પ્રભો, આપ વચન રહિત છે, હું મૃષાવાદી છું. હે.., આપ અપ્રમાદી છે, હું પ્રમાદી છું. હે , આપ આશા વિનાના છે, હું આશાવાળો છું. હેપ્રો , આપ સર્વે ને સુખ દેનાર છે, હું ઘણા જેને દુઃખ દેનાર છું.
..પ્રભે, આપ અવંચક છે, હું વંચક છું. હે પ્રભે, આપ આશ્રવથી રહિત છે, હું આશ્રવથી દબાયેલ છું.
હેક, આપ નિષ્પાપ છે, હું સપાપ છું.
Page #105
--------------------------------------------------------------------------
________________
હે...પ્રભા, આપ ક્રમ રહિત છે, હુ ક્રમ ગ્રાહિત છુ.. હે...પ્રભા, આપ સના વિશ્વાસપાત્ર છે, હુ· અવિશ્વાસપાત્ર છું.
હૈ....પ્રભા, આપ પરમાત્મપદને પ્રાપ્ત થયેલા છે, હુ' મહિરાત્મપણે વવાવાળા છું.
આ રીતે હે પ્રભુ! આપ અનેક ગુણાએ કરી ભરપૂર છે. હુ સ પ્રકારના દુર્ગુણાથી પરિપૂર્ણ છે. એ જ કારણે હું' આ સંસારરૂપ અટવીમાં અન ́તકાળ થયા ભટકા કરુ છું, આજે પૂણ ભાગ્યાયે મને ભગવાનની મૂર્તિના દર્શન થયા અને તેના આલમનથી મને પ્રભુના ગુણેાનું અને મારા અવગુણાનું સ્મરણ થયું. પ્રભુના ગુણ્ણા અને મારા અવગુણે સમજવામાં આવ્યા. હવે હું મારા દુર્ગુણ્ણાને છેડવાના પ્રયત્ન કરુ' અને જે માત્ર પ્રભુએ દર્શાગ્યેા છે તે માગે ચાલુ. સુખ અને કલ્યાણને માટે જેવી રીતે વત વાસ્તુ' તેઓએ ફર માવ્યુ છે તેવી રીતે વર્તન કરું' એ જ મારી અભિલાષા છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રી તીર્થકરની ભક્તિનું અચિંત્ય સામર્થ્ય
શ્રી તીર્થકરની ભક્તિ કરવાથી, (૧) કરોડો તપનું ફળ મળે છે. (૨) સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. (૩) જિહ્વા અને જન્મ સફળ થાય છે. (૪) કષ્ટ અને વિદને ટળે છે. (૫) મંગલ અને કલ્યાણની પરંપરા મળે છે. (૬) મહિમા અને મોટાઈ વધે છે. (૭) પ્રત્યેક સ્થાને સુયશ અને મહેદય થાય છે. (૮) દુનેનું ચિંતવેલું નિષ્ફળ જાય છે. () યશ કીર્તિ અને બહુમાન વધે છે. (૧૦) આનંદ વિલાય, સુખ, લીલા અને લક્ષમી મળે છે. (૧૧) ભવજલતરણ, શિવસુખમિલન અને આત્માદ્ધાર કરણ સુલભ થાય છે.
(૧૨) દુર્ગતિના દ્વારનું રોકાણ અને અદ્દગતિના દ્વારનું ઉઘાટન થાય છે,
Page #107
--------------------------------------------------------------------------
________________
એ કારણે તીર્થકરોનું દર્શન-પૂજન-મરણ વગેર એ પરમનિધાન છે. અમૃતને કુંપે છે. જનમન-મેહનવેલ છે. રાત-દિવસ સંભારવા લાયક છે. ઘડી પણ ન વિસરવા લાયક છે. તીર્થકરાની ભક્તિ, નામ સ્મરણ વગેરે આળસમાં મળેલી ગંગા છે. મયુરને મન જેમ મેઘ, અને ચકોરને મન જેમ ચંદ્ર, ભ્રમરને મન જેમ કમલ, અને: કોકિલને મન જેમ આમ્ર, જ્ઞાનીને મન જેમ સંયમધારણ, દાનીને મન જેમ ત્યાગ અને ન્યાયીને મન જેમ ન્યાય, સીતાને મન જેમ રામ અને પંથીને મન જેમ ધામ, તેમ તત્ત્વગુણરશ્ચિક જીવને મન તીર્થંકરનું નામ આનંદ આપનારું છે. તીર્થકરના નામને જ૫નારને નવ નિધાન ઘેર છે, કદવેલી આંગણે છે. આઠ મહાસિદ્ધિ ઘટમાં છે. એમની ભક્તિથી કઈ પણ જાતના કાયાના કષ્ટ વિના જ ભવજલ તરાય છે. તીર્થકરોના લોકો નર નામકીર્તનરૂપી અમૃતપાનથી મિથ્યામતિરૂપી વિષ તત્કાલ નાશ પામે છે. તથા અજરામર પદની પ્રાપ્તિ હસ્તામલકવત્ બની જાય છે.
એ રીતે ભાવના કરવાથી તથા વિચારવાથી જીવનનાં ઘણાં અશુભ અને કિલષ્ટ કર્મો નાશ પામે છે. બધિ (સમ્યક્ત્વ) જ્ઞપ્તિ (જ્ઞાન) અને વિરતિ (ચારિત્ર) પ્રાપ્ત થાય છે. પરંપરા એ મેક્ષના અનંત સુખના અધિકારી થવાય છે. માટે સુવિવેકી આત્માઓએ શ્રી જિનેશ્વરદેવની દ્રવ્યભાવ ઉભય પ્રકારની ભકિતમાં સદાકાળ દત્તચિત્તવાળા થવું અત્યંત જરૂરી છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રભુની અષ્ટપ્રકારી પૂજાનું' રહસ્ય— (૧) જલપૂજાના હેતુ અને તેનુ ફળ—
આત્મા ઉપર આઠ કર્મોના ગાઢ લેપ ચાંટલેા છે, જે કાઈ પણ સાબુથી બહારના કાઈપણ રાસાયણિક પદાર્થોથી દૂર થઈ શકતા નથી. દુનિયાના કોઈ વિજ્ઞાનની તાકાત નથી કે એ આત્માના કમમલને દૂર કરી શકે.
જે મલના કારણથી આત્મા અનંત કાળથી સ'સારની ચારે ગતિમાં પરિભ્રમણ કરી અન'તી યાતનાઓ વેઠી રહ્યો છે, તે મલને દૂર કરી, આત્માને સ્વચ્છ સ્ફટિક જેવા બનાવવા હાય તા પ્રભુની જલપૂજા કરી.
જેમ જલપ્રક્ષાલનથી ખાહ્ય મલના નાશ થાય છે, તેમ શ્રી જિનેશ્વરદેવની જલપૂજાના અધ્યવસાયથી આત્માને અભ્યંતર ક્રમ મળ નાશ પામે છે.
(૨) ચંદનપૂજાનેા હેતુ અને તેનુ ફળ—
કોષ, અહંકાર, કપટ અને તૃષ્ણાના તાપથી તથા પાંચ ઇન્દ્રિયેાના વિષયેના કારણે આત્મા રાતદિન સતત રીતે સેકાઈ
Page #109
--------------------------------------------------------------------------
________________
રહ્યો છે, બળી રહ્યો છે, સળગી રહ્યો છે, ધમધમી રહ્યો છે. આ વિષય-કષાયના ત્રિવિધ તાપથી સંતપ્ત બનેલા આત્માને શીતળતા ઉપજાવવા માટે અનુભવીઓએ પ્રભુની ચંદનપૂજા ફરમાવી છે.
જેમ ચંદનમાં રહેલી શીતળતા બાહ્ય તાપને નાશ કરે છે તેમ શ્રી જિનેશ્વરદેવની ચંદનપૂજાને પરિણામ આંતર તાપનો નાશ કરે છે.
(૩) પુષ્પપૂજાને હેતુ અને તેનું ફળ
મિથ્યાત્વ અને અનેક દુર્ણ રૂપી દુર્ગધથી આ આત્મા અનાદિ કાળથી દુધમય બની ગયા છે. પ્રભુની પુષ્પપૂજાના ભાવથી એ દુગધ દૂર થાય છે. અને આત્મા સુગંધી બને છે. ચિત્તમાં આહ્લાદ થાય છે અને મન પ્રસન્નતાને અનુભવ કરે છે.
જેમ પુપમાં દ્રવ્યથી સુગધી રહેલી છે તેમ શ્રી જિનેશ્વરદેવના પુપપૂજનથી આત્મામાં ભાવથી સુગંધ પ્રગટે છે. આત્મા અનેક સદગુણોનું ધામ બને છે.
(૪) ધૂપપૂજાને હેતુ અને તેનું ફળ
આઠ કર્મના અત્યંત ભારથી દબાયેલ આત્મા જેના ઉપર અત્યંત ભાર ભરવામાં આવ્યો છે એવા પશુની જેમ નીચું મુખ રાખી અનંતકાળથી અહીંથી તહીં ભમી ભમીને દુઃખી દુઃખી થઈ રહ્યો છે. તેને જરાય વિસામે
Page #110
--------------------------------------------------------------------------
________________
મળતું નથી. ઉંચું જોવાની ગમ પણ પડતી નથી. પરંતુ જેમ અગ્નિમાં ધૂપ નાંખવાથી ધૂમાડો ઉત્પન્ન થઈને ઉંચે ચડે છે, તેમ શ્રી જિનેશ્વરદેવની ધૂપપૂજામાં કર્મ રૂપી કાષ્ટને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિમાં શુભ ભાવનારૂપી ધૂપ પડવાથી ગુણરૂપી સુગંધ પ્રગટે છે અને આત્મા કર્મના ભારથી હળ થઈ ઉર્વગતિને પ્રાપ્ત કરે છે.
(૫) દીપક પૂજાને હેતુ અને તેનું ફળ
આપણે આત્મા શક્તિથી અનંત જ્ઞાનને પણ હેવા છતાં વર્તમાનમાં તે પિતાની પીઠ પાછળ શું છે તેને પણ જાણી-દેખી શકતું નથી. અને ભયંકર અજ્ઞાનરૂપી અંધકારમાં “ધો કપ ઘૂટાચ” એ ન્યાયે જેમ એક આંધળે બીજા આંધળાની પાછળ અથડાય તેમ અથડાયા કરે છે. પ્રભુની દીપકપૂજા એ અંધાપાને દૂર કરી આત્માને પ્રકાશિત કરે છે.
દીપક જેમ બાહ્ય અંધકારને દૂર કરે છે, તેમ શ્રી જિનેશ્વરદેવની દીપક પૂજા અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરે છે, એ અહીં તાત્પર્ય છે.
(૬) અક્ષતપૂજાને હેતુ અને તેનું ફળ| વિજળીના ઝબકારા જેવી તથા પાણીના પરપોટા જેવી ચંચળ અને અસ્થિર લમીની લાલસામાં અમૂલ્ય માનવભવને ગુમાવી ભયંકર સંસારસાગરમાં અનંત કાળ રખડી
Page #111
--------------------------------------------------------------------------
________________
અકાળે મોતને શરણ થવું ન પડે તે માટે પ્રભુની અક્ષત પૂજા જ્ઞાની ભગવંતોએ દર્શાવી છે.
અક્ષત જેમ વેત અને અખંડ હોય છે, તેમ શ્રી જિનેશ્વરદેવની અક્ષતપૂજાના અધ્યવસાયથી આત્મા અક્ષય અને અનંત એવા સિદ્ધિપદની પ્રાપ્તિ કરે છે.
(૭) નૈવેદ્યપૂજાને હેતુ અને તેનું ફળ
જગતના એના એ જ પુગલે જુદા જુદા પર્યાયને પામીને જેના ઉપભેગમાં આવે છે, એટલે કે સિદ્ધ પરમાત્માએ જે પુદ્ગલનો ભેગવટે કરીને એઠ રૂપે છોડી ગયા છે તે જ ઉચ્છિષ્ટ જેવા રૂપાંતર પામેલા પુદુગલોમાં આપણે આનંદ માનીએ છીએ. હવે તેમાંથી છૂટીને અણહારી પદની પ્રાપ્તિ કરવી હોય તે પ્રભુની નૈવેદ્યપૂજા ભાવથી કરો.
જેમ શ્રી જિનેશ્વર દે આહારની મૂછીને ત્યાગ કરી અણાહારી તથા અવેદીપદને પામ્યા છે, તેમ નૈવેદ્ય વડે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારે આત્મા પણ નિરાહારી અને નિદી પદને પ્રાપ્ત કરનાર બને છે.
(૮) ફળપૂજાને હેતુ અને તેનું ફળ
જેમ કિપાકફળના સ્વાદમાં લાલચુ બની તેનું આસ્વાદન કરનાર આત્માના પ્રાણ ચાલ્યા જાય છે, તેવી જ રીતે દેવ, દેવેન્દ્ર કે ચક્રવતીનાં સુખે પણ અંતે કિપાકફળ
Page #112
--------------------------------------------------------------------------
________________
જેવાં જ છે. છતાં આ આત્મા રંકની જેમ એ દુઃખદાયી ફળને જ અજ્ઞાનતાથી માંગી રહ્યો છે. જ્ઞાની ભગવંતે આપણને સાચા મોક્ષસુખની ઓળખાણ કરાવે છે અને એ માટે પ્રભુની ફળપૂજા કરવાને ઉપદેશ આપે છે.
ઉત્તમ, તાજા અને મધુર રસવાળાં ફળ વડે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી સર્વોત્તમ અભિનવ અને શાશ્વત એવું મિક્ષસુખ મળે છે.
આ અષ્ટ પ્રકારી પૂજાથી સર્વ ઉપસર્ગો નાશ પામે છે, વિદનને સમુદાય વિલયને પામે છે અને મન પ્રસન્નતાવાળું બને છે.
વળી આ અષ્ટપ્રકારી પૂજાના એક એક પ્રકારમાં એક એક અણિમાદિ સિદ્ધિ છૂપાયેલી છે. અર્થાત અષ્ટપ્રકારી પૂજાથી અણિમાદિ આઠ સિદ્ધિઓ પ્રગટે છે.
શ્રી જિનેશ્વર ભગવાનનું દર્શન પાપનો નાશ કરે છે, શ્રી જિનેશ્વરનું વંદન અવશ્ય વાંછિતને આપનારું થાય છે, અને તેમનું પૂજન બાહ્ય-અત્યંતર ઉભય પ્રકારની લક્ષ્મીને પૂરનાર બને છે, ખરેખર! શ્રી જિનેશ્વરદેવ એ સાક્ષાત્ કલ્પદ્રુમ-કલ્પવૃક્ષ છે.
આ અષ્ટપ્રકારી પૂજાના અધિકારમાં શાસ્ત્રોમાં ફરમાવેલા નીચેના દષ્ટાંતે ખાસ વિચારવા ગ્ય છે. જેમકે
Page #113
--------------------------------------------------------------------------
________________
e
(૧) જલપૂજાનાં કુળ માટે વિપ્રવધૂનું દેષ્ટાંત છે.
(૨) ચંદનપૂજાનાં ફળ માટે જયશ્ર અને શુભમતિનું
દૃષ્ટાંત છે.
(૩) પુષ્પપૂજાનાં કુળ માટે પરમાત્ કુમારપાલ મહારાજાનું દૃષ્ટાંત છે.
(૪) ધૂપપૂજાનાં ફળ માટે વિનયધર રાજાનું દૃષ્ટાંત છે. (૫) દીપકપૂજાનાં ફળ માટે જિનમતિ અને ધનસિરિનું દૃષ્ટાંત છે.
(૬) અક્ષતપૂજાનાં ફળ માટે કીરયુગલનું દૃષ્ટાંત છે. (૭) નૈવેદ્યપૂજાનાં ફળ માટે હલીનૃપરાજાનું ષ્ટાંત છે. (૮) મૂળપૂજાના લાભ માટેનું દૃષ્ટાંત દુર્ગં`તા નારીનું છે.
弱
* આ દૃષ્ટાંતાનાં અહીં માત્ર નામ આપ્યાં છે તેની વિશેષ વિગત ગ્રન્થાંતરથી જાણી લેવા ભલામણ છે
Page #114
--------------------------------------------------------------------------
________________
નવ અંગે પૂજાની વિચારણા—
શ્રી જિનેશ્વરદેવની નવ અંગે પૂજા કરતાં પૂકે પ્રભુની પૂજા શા માટે કરવાની છે? પ્રભુના કયા ગુણાને ઉદ્દેશીને કરવાની છે ? અને એ પૂજા દ્વારા પ્રભુ પાસે એના શું બદલા માંગવાના છે ? પ્રભુની નવ અંગપૂજાની પાછળ કેવી રીતે વાસ્તવિક ચૈતન્યપૂજા-ગુણપૂજા સમાયેલી છે અને પૂજા કરનાર આત્માને એ કેટલી અચિંત્ય ફળદાયી છે, તેનુ વ ́ન અહી. પ્રત્યેક અંગના દુહા પછી આપવામાં માવ્યુ છે, જે વાંચીને સુહૃદય હળુકર્મી આત્મા જરૂર પ્રમુદિત બનશે અને પ્રભુભક્તિમાં વધારે સ્થિર બનશે.
જળ ભરી સ‘પુટ પત્રમાં, યુગલિક નર પૂજત ઋષભ ચરણ અંગુઠંડે, દાયક ભવ જલ અંત. ૧
હે કરુણાસાગર પરમાત્મન્ !
અનાદિકાળના સ્રસારભ્રમણથી થાકેલા હું. આજે આપના ચરણે આવ્યે છું. આપના ચરણનું શરણું પામીને અનેક દીન, દુ:ખી અને પાપી આત્માએ ભવના નિસ્તાર
Page #115
--------------------------------------------------------------------------
________________
પામી પરમપદને વર્યા છે. દેવના દેવ-ઈ, નરેન્દ્ર અને યેગી દ્રએ આપના ચરણેથી પવિત્ર થયેલ રજને મસ્તકે ચડાવી છે. આપના ચરણની પવિત્ર રેણુએ કંઈક પાપીઓની પાપવાસનાઓ ઉપર સૌરભ પાથરી છે. જ્યાં જ્યાં આપના ચરણેએ વિહાર કર્યો છે, ત્યાં ત્યાં સુખ અને માંગલ્યના
ઘ ઉભરાયા છે. પ્રભુ! આપના એ પરમ પાવન ચરણે આ ભયંકર ભવાટવિમાં મારું શરણું હો! હે વિધવત્સલ વિભુ! આપના પગલે પગલે સનેહની સરિતા ઉભરાઈ છે અને એ સ્નેહની સરિતાએ સંસારમાં ભભૂકતે હૈષ અને વૈરના દાવાનલ ઉપર સદાય અમીછાંટણા કર્યા છે. પ્રભુ ! આપના સમવસરણની રચના સૌને મંત્રમુગ્ધ કરી દે એવી છે. ન ઠેષ, ન વેર ! જાણે સૌ છે દેહભાવ ભૂલીને આત્મભાવમાં લીન થયા હોય એમ સમતારસમાં ઝીલતાં આપના ચરણે આવી વસે છે. સિંહ ને ગાય જાણે માડીજાયા ભાઈબહેન ન હોય; વ્યાવ્ર અને હરણ જાણે ભાઈ ભાઈ ન હેય; માર અને સર્પ જાણે એક કુળના ન હોય; એમ જન્મથી વૈરભાવ ભરેલા પ્રાણીઓ આપના ચરણે આવી શાંત થઈ જાય છે. આપના ચરણની આગળ બેસવાને રાય અને રંક, દેવ દેવેન્દ્ર અને ચક્રવર્તી, પાપી કે પુણ્યાત્મા સૌને એક સરખો અધિકાર છે. પ્રભુ! આપનાં એ પરમ સ્નેહ વર્ષાવતાં ચરણો, દુઃખ અને ઈર્ષાથી ભરેલા આ સંસારમાં મારો આધાર હજો. પ્રભુ! લેભ અને લાલચમાં અંધ બનેલા મેં મારું આત્મભાન ભૂલીને કંઈક પાપી અને નીચ માન વીઓનાં ચરણ ચૂમ્યાં છે. સાધુ, સંત અને મહંતેની સેવા
Page #116
--------------------------------------------------------------------------
________________
પણ મેં એ નમાલી લાલચ માટે કરી છે. આપના ચરણની સેવામાં આ લોભ-લાલચને અંશ પણ ન હજો. પ્રભુ ! આપના પગલે પગલે વેરાતી અઢળક સંપત્તિને આપે આમસમૃદ્ધિની આગળ તણખલાથી તુચ્છ ગણી છે. આપ અનંત આત્મસમૃદ્ધિના સ્વામી છે. મારા આત્મામાં એ આત્મસમૃદ્ધિને સંચાર થાય, મારી સંસારી લાલચે નાશ પામે એટલા માટે હું આપના ચરણની ભાવપૂર્વક પૂજા કરું છું. નાથ ! અનંત આત્મલક્ષમીના સ્વામી, આપના ચરણે, મુજ સમ રંકનું સદાને માટે શરણું હજે !
જાનુ બળ કાઉસ્સગ્ય રહ્યા, વિચર્યા દેશ વિદેશ; ખડા ખડા કેવળ લહ્યું, પૂજે જાનુ નરેશ ૨ હે નિષ્કારણ જગદંબંધે !
તપ, ત્યાગ અને સંયમના માર્ગે આપે આત્માને સાક્ષાત્કાર કર્યો અને એ આત્મદર્શનના અમૃતનું સંસારને પાન કરાવવા આપે અનેક વિહાર કર્યા. આધિ, વ્યાધિ અને ઉપાધિમય સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત પ્રાણીઓને આ આત્મસાધનાના ઉપદેશનું પાન પરમશાન્તિને આપે છે. આ સ્વાર્થમય સંસારમાં બધું જ સ્વાર્થ મય છે. કોઈ કેઈનું સાચું સગું નથી. સૌ પિતાપિતાની આશાઓના પ્રેર્યા આવે છે, અને સ્વાર્થ સરતાં ચાલ્યા જાય છે. પ્રભુ ! આવા સ્વાર્થમય સંસારમાં પરમ કરુણાભર્યા અંતઃકરણથી જગત ઉપર ઉપકાર કરતા આપ સાચે જ નિષ્કારણ જગબંધુ
Page #117
--------------------------------------------------------------------------
________________
નિઃસ્વાર્થી નિર્ધામક છે. નાથ ! આપની એ નિઃસ્વાર્થ પરોપકારપરાયણતાને મારા લાખ લાખ વાર વંદન હજો ! હે પરમાત્મન ! અનાદિ કાળથી મારો આ જીવ આ સંસારના જન્મમરણના ફેરામાં ભટક છે. એણે નાની મોટી અનેક કરણો આદરી છે. પણ નિઃસ્વાર્થ પરાયણતાને માર્ગ એણે કદી પિછાન્ય નથી. સદાય સ્વાર્થ સ્વાર્થ અને સ્વાર્થ માં જ એ રત રહ્યો છે, અને આવી સ્વાર્થ પરાયણતાના ભારથી એ હંમેશાં સંસારસાગરમાં ઊંડે ને ઊંડે ઉતરતે ગયે છે. પ્રભુ! એ સ્વાર્થના નથી ગણી રાત કે નથી ગ દિવસ, નથી જાણી ટાઢ કે નથી જાણ તડકે, નથી પિછાણે ભૂખ કે નથી પિછાણું તરસ. એક મૂઢ પશુની જેમ સર્વ સાન ભાન વિસરીને હું એ સ્વાર્થની પાછળ ભમ્યા કર્યો છું. પ્રભુ ! મારી સર્વ શક્તિઓ જાણે મારા સંસારના સ્વાર્થ માટે જ ન હોય એમ એ શક્તિઓથી મેં કોઈને પરમાર્થ સાથે નથી. અને સ્વાર્થ પરાયણતાના અવિવેકમાં હું પરમાર્થની સાથે સાથે મારા આત્માને પણ સાવ વિસરી ગયો છું. નાથ ! સ્વાર્થમાં આસક્ત એવી મારી સર્વ આત્મશક્તિઓ જાણે લુપ્ત થઈ ગઈ હોય, એમ આત્મસાધનાથી હું વિમુખ બની ગયો છું. સ્વામિન્ ! આપ અનંત શક્તિના ધણી છો. સમસ્ત સંસારના કલ્યાણ માટે આપે એ અનંત શક્તિની પુનીત ગંગાને વહેતી મૂકી છે. સંસારના ઉપકાર માટે આપે જાનુઓના બળે ઉગ્ર વિહાર કર્યા છે. નિઃસ્વાર્થ ભાવે વિશ્વકલ્યાણ એ જ આપનો માર્ગ છે. પ્રભુ! નિઃસ્વાર્થ પણે ઉપકારી એવી આપની ઉપાસનાથી
Page #118
--------------------------------------------------------------------------
________________
મારી સ્વાર્થી વાસનાઓ નાશ પામો, મારી આત્મશક્તિઓ જાગૃત થાઓ અને પરમાર્થને માર્ગ સુલભ થાઓ !
દેવ! સાંસારિક સ્વાર્થને નાશ કરીને પરમાર્થ સિદ્ધિ મેળવવા માટે હું આપના જાતુઓની ભાવપૂર્વક પૂજા કરું છું.
લોકાંતિક વચને કરી, વરસ્યા વષીદાન; કર કાંડે પ્રભુ પૂજના, કરતા ભવિ બહુમાન. ૩
હે નિર્મોહીનાથ ! લેકાંતિક દેવતાઓએ આપને જ્યારે વિનંતિ કરી કે-“પ્રભુ! આ દુખિયા સંસારનાં ઉદ્ધાર માટે, આપ આપની આત્મસિદ્ધિ પ્રગટ કરીને, તીર્થનું પ્રવર્તન કરે, પ્રાણીઓને તરવાને ઉપાય બતાવો.” ત્યારે જાણે જુગ જુગ જૂના મોહનાં આવરણને ક્ષણમાત્રમાં તેડી દીધાં હેય, તેમ આપે વાર્ષિક દાન આપવાને નિર્ણય કર્યો. નાથ! જે સંપત્તિ માટે અમે સાંસારિક જીવો અનેક પ્રકારની મુશીબતે ઉઠાવીએ છીએ, જેને અમે અમારા પ્રાણથી પણ પ્યારી ગણીએ છીએ, જેને માટે અનેક પ્રકારનાં દુર્યાન કરીએ છીએ, અને જેને અમારા જીવનનું સર્વસ્વ માની એની પાછળ મેહાંધ થઈ ભમીએ છીએ, એ સંપત્તિના
ઘના ઓઘ આપના ચરણ આગળ ઉભરાતા હતા, છતાં આપને મન એની કશી કિંમત ન હતી. એ સંપત્તિનું વિનાશીપણું આપ જાણતા હતા. આપે એ સંપત્તિને હસતે વદને તજીને આત્મલક્ષમી માટે ભેખ ધારણ કર્યો હતો. અને પ્રભુ ! આપનું એ વાષિક દાન જાણે આત્મલક્ષમીની
Page #119
--------------------------------------------------------------------------
________________
સાધના માટે પ્રયાણ કરતાં પહેલાં આત્મા ઉપરની મેહ અને મમતાની રજે રજ ધોઈ ન નાખવી હોય એમ આપે સાંસારિક સંપત્તિને સંસારના છ માટે વહાવી દીધી. સાચેજ પ્રભુ! આપનું વાર્ષિક દીન સંસારના જેને જાણે કહેતું હોય કે વેગ અને ભગ એકીસાથે ન રહી શકે ! આત્માના પ્રેમીએ ભેગવિલાસ અને સંપત્તિને તિલાંજલિ આપવી જ રહી. ત્યાગ એ આત્મલક્ષ્મીની સાધનાને અમર મંત્ર છે. એ મંત્રની સાધના જેટલી અધૂરી તેટલી આત્મલક્ષમી ઓછી મળવાની. સ્વામી ! આત્મસિદ્ધિની સાધના કરીને સંસારના ઉદ્ધાર માટે આપે તપ, ત્યાગ અને સંયમને માગે સ્વીકારીને આ સંસારને ત્યાગ કર્યો હતે. સ્વભાવે સ્ફટિકસમ આત્મા ઉપરનાં આવરણે આપને અળખામણાં લાગતાં હતાં. સંસારમાં ભમતાં જીવોનાં દુઃખ અને દારિદ્રય જોઈ આપનું હદય દ્રવતું હતું એને ઉપાય આપે શોધ્યા હતે. જાણે દુનિયાનું આધ્યાત્મિક દારિદ્રય દૂર કરવાનો માર્ગ ઉપદેશ્યા પહેલાં દુનિયાના સાંસારિક દારિદ્રને દાવાનળ શાંત કર ન હોય! એ રીતે આપે સ્વહસ્તે વાર્ષિક દાન આપીને આપની અઢળક સંપત્તિનો ઝરે વહાવી મૂક્યું હતું. પ્રભુ! ધન્ય છે એ પુણ્યવંત આત્માઓને! જેમને આપના હાથે દાન સ્વીકારવાને સંગ મળે. નાથ ! આપ અનંત આત્મઋદ્ધિના ધણી છો. આપે અનેક જીવને ઉદ્ધાર કર્યો છે. આજે હું આપને શરણે આવ્યો છું. પ્રભુ ! આપના પૂજનથી મારા મોહનાં બંધને દૂર થશે. મારા મમતાનાં આવરણે નાશ પામજે, મારી સાંસારિક સંપત્તિની આશા
Page #120
--------------------------------------------------------------------------
________________
અને ઈચ્છા શાંત થજે, અને મારા હૃદયમાં આત્મઋદ્ધિની અભિલાષા જાગૃત થજે. સ્વામી ! આપે દુનિયાનું દારિદ્રય દૂર કર્યું છે, મારું આત્મિક દારિદ્રય દૂર કરવા માટે હું આપના કાંડાની ભાવભર્યા ચિત્ત પૂજા કરું છું. નાથ ! મને એ આત્મલક્ષ્મીનું દાન કરી મારે વિસ્તાર કરજે. માન ગયું દોય અંસથી, દેખી વીર્ય અનંત; ભુજાબેલે ભવજલ તર્યા, પૂજે ખંધ મહંત ૪
હે અનંતશક્તિ પ્રભુ!
આ આત્મા સ્વભાવે અનંતશક્તિને ધણી આપે ઉપદે છે અનાદિ કાળથી લાગેલાં કર્મનાં આવરણએ આત્માની એ અનંતશક્તિને ઢાંકી દીધી છે. અને કોઈ મહાવિકરાળ કેસરીના પંજામાં સપડાયેલ મૃગલાની જેમ અનાદિ કાળથી કર્મના પાશમાં પકડાએલે આ આત્મા સાવ રંક બની ગયે છે. પ્રભુ! એ રંક બનેલ આત્માની સતામણીને કશે પાર નથી રહ્યો. જાણે એનામાં કશીય શક્તિ ન હોય, એ જાણે સાવ હીનસવ હોય એવી એની સ્થિતિ થઈ ગઈ છે. કેધ માન, માયા, લેભ, રાગ, દ્વેષ વગેરે કષાયોના રાત દિવસ એ આત્માને ઉપદ્રવ કરી અધપાત આપનારા એવા પણ આદેશે સદાય માથે ચડાવ્યા જ કરે છે. સ્વામી ! કઈ મહાવેરીને પડકાર કરતા હે એમ આપે એ કર્મરાજને પડકાર આપે. એ કર્મરાજના શાસનના જાણે ખંડખંડ ટુકડા કરી નાખવા ન હોય એ રીતે આત્મશક્તિને શોધવા
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૪
આપ સંસારના ત્યાગ કરી ચાલી નીકળ્યા. મહામૂલાં રત્નાના શેાધક જેમ પૃથ્વીના પડા ભેદી નાખે, તેમ આત્મશક્તિની શેષમાં આપે તપ અને સયમથી કમનાં પડા ભેદવા શરુ કર્યાં. દેવ ! આપની આ અનંત આત્મશક્તિની શેાધને કષાયે। ન અટકાવી શકયા, વિષયા એ શેાધની આડે ન આવી શકયા, માહ માયા અને મમતાનાં બંધના એ શેાધને ન રાકી શકયા. કાઇ દિગ્વિજય કરતા ચક્રવર્તીના અશ્વની જેમ આપના આત્મશક્તિની શેષના અશ્વને કાઈ ન રોકી શકયુ. જે જે કષાયા, જે જે વિષયા, જે જે માહમાયા અને મમતાભરી વાસનાએ વચમાં આવી તે સૌ ચુરા ચુરા થઈ ગયાં. પ્રભુ ! જાણે રાજાના કિલ્લાના નાશ કરતા હા તેમ અનત વીયની ઉપાસનામાં આપે આ શરીર ઉપર ઉગ્ર તપસ્યાના ઘા કર્યો અને પ્રભુ! જાણે આપની અદૃશ્ય આત્મ ઉપાસનાથી ત્રાસી ઉઠયા હોય તેમ છેવટે એ કર્મરાજના પરાજય થયા, એના અભેદ્ય ખષના રેતીના મહેલની જેમ શીણુ વિશીભું થઇ ગયાં, આત્મા ઉપરતું એનું આધિ પત્ય લુપ્ત થઈ ગયું અને આત્માની અનંત શક્તિના જયુ જયકાર થયા, પ્રભુ ! આપ અનંત શક્તિના ધણી થયા. આપે સંસારને સમજાવ્યું કે આત્મબળ આગળ કમળ રાંક બની જાય છે. પ્રભુ ! કાઈ મહા તરવૈયા પેાતાની ભુજાઓના ખળથી મહાસમુદ્રને જેમ તરી જાય, તેમ આપ આત્માની અન ́ત શક્તિરૂપ ભુજાઓથી આ સસારસમુદ્ર તરી ગયા દેવ! આપ અનંત શક્તિના ધણી છે, મારી એ અન ત આત્મશક્તિ સજીવન થાય, મારા કર્મ બધના
Page #122
--------------------------------------------------------------------------
________________
૫
નાશ થાય, અપૂર્વ વીથ ઉલ્લાસના આનંદને મારા આત્મામાં સંચાર થાય અને હું આ ભયંકર સંસાર સમુદ્રને તરવા શક્તિવાળી બનું એ માટે પ્રભુ! અનંત બળવાળી એવી આપની ભુજાઓની હું ભાવપૂર્વક પૂજા કરું છું. નાથ આપે અનેક નિબળમાં બળને સંચાર કર્યો છે, પ્રભુ! આપ જેવા મહાવીર્યમાનની પૂજાથી મુજ નિર્બળમાં એ આત્મશક્તિનો સંચાર થજે.
સિદ્ધશિલા ગુણ ઊજળી, લેકાંતે ભગવંત; વસીયા તેણે કારણું પ્રભુ, શિરશિખા પૂત, ૫
હે ત્રણ લેકના નાથ !
કમને આધીન થઈ અનાદિકાળથી ભમ્યા કરતે આ જવ દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકીના ભાવોમાં ઊંચ નીચ દશાને પામ્યા જ કરે છે. કદીક સ્વર્ગલોકનાં અપાર વૈભવ વિલાસ અને આનંદો એણે માણ્યા છે, તે કદીક નરકગતિમાં અસહ્ય અનંત વેદનાઓ વચ્ચે એને આથડવું પડ્યું છે. કદીક મનુષ્યલેકમાં કઈ રાજા મહારાજાને વેશ ધારણ કરીને સત્તાની મદિરાનું પાન કરીને એ મદમત્ત બન્યા છે, તે કદીક દીન, હીન અને દુખી બની રાંકડું જીવન જીવે છે. વળી કદીક પશુ જીવનની નાની મોટી અનેક આફતે એના માથે આવી પડી છે. આમ આ જીવ ચારે ગતિમાં જુદા જુદા વેશ ધારણ કરીને સ્વર્ગ, મૃત્યુ અને પાતાળરૂપ ત્રણ લેકની રંગભૂમિ ઉપર સદાય નાચ્યા જ કરે છે. કોઈ
Page #123
--------------------------------------------------------------------------
________________
સ્થળે એને શાન્તિ વળતી નથી, કોઈ જગ્યાએ એને સ્થિરતા મળતી નથી અને કોઈ સ્થાને એને આમભાવ લાધતે નથી, કે જ્યાં એ સુખપૂર્વક પિતાનું સ્થળ માની વસી શકે. મહાસાગરના ભયંકર ઝંઝાવાતમાં સપડાયેલ જહાજની જેમ આ જીવ હંમેશાં ચારેકોર અથડાયા જ કરે છે. પ્રભુ ! દુનિયાની આ સદાય અસ્થિર સ્થિતિથી આપ ત્રાસી ઉઠયા. જ્યાં આત્મા સદાકાળ આનંદમગ્ન થઈને રહી શકે, જ્યાં આત્માને નિજાનંદમાંથી હાંકી કાઢનાર કેઈ ન હેય, જયાં આત્મભાવ સિવાય બીજી કઈ વસ્તુ સ્પર્શી શકે નહિ, એવા સ્થળની શોધ કરવી આપને જરૂરી લાગી; એવું સ્થળ મળે તે જ આત્માને શાંતિ વળે. એ આપે જોયું અને એ સ્થળની શોધ માટે આપ સંસારનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. પ્રભુ ! એ શોધ માટે ચાલી નીકળતાં આપનું એકએક પગલે પગલું જાણે દઢ નિશ્ચયની હેર મારતું હતું, પ્રભુ! એ શોધ કરવામાં સ્વર્ગની અપ્સરાઓ, વર્ગના અપાર વૈભવ વિલાસ અને સ્વર્ગની સુંવાળી સુખ સામગ્રીઓ આપને ન લલચાવી શકી, આપનો નિશ્ચય અફર હતું અને દેવ ! આપે આપને એ નિશ્ચય પાર પાડ, તપ, ત્યાગ અને સંયમની એરણ ઉપર આત્માને ઘાટ ઘડીને આપે એ ચારે ગતિના તાપને શાંત કરે એવી પંચમ ગતિની શોધ પૂરી કરી. એ શોધે ત્રણે લેકમાં અથડાતા આત્માની અસ્થિરતાને અંત આણ્ય, નાથ ! આજની વંચમ ગતિન-મેક્ષની છે આત્માને સ્થિરતા મેળવી આપી, સ્વામી ! એ પરમપદ પામીને આત્મા
Page #124
--------------------------------------------------------------------------
________________
૭
સ્વભાવને મેળવીને સદા આનંદમગ્ન રહેવા લાગ્યા. પ્રભુ ! ચારે ગતિ અને લેાકથી ચઢીયાતા પરમપદની શેાધ કરીને સમગ્ર લાકના અગ્રભાગ ઉપર આપ આત્મભાવમાં લીન થઇને બિરાજમાન થયા છે. આપસૌથી શ્રેષ્ઠ સ્થાનને પામ્યા છે, તેથી હું આપના શરીરમાં સૌથી ઉંચી એવી આપની શિરશિખાની ભાવથી પૂજા કરુ છુ, આપના પગલે અસંખ્ય આત્મા પરમપદને પામ્યા છે. પ્રભુ ! મને પણ એ પરમપથના માર્ગ મળજો.
તીર્થંકરપદ પુણ્યથી, ત્રિભુવન જન સેવત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવત. હું હૈ દેવાધિદેવ !
ગ્રીષ્મના મધ્યાન્હ સમયના તાપથી સતપ્ત થયેલ પ્રાણી જેમ કેાઇ તરુવરની શીતળ છાયા શેાધે છે, તેમ સ'સારના ત્રિવિધ તાપથી દુ:ખી થયેલ પ્રાણી પેાતાના ઈષ્ટ દેવનુ' શરણ શેાધે છે અને શરણુ' મળતાં પરમ શાતા પામે છે. પ્રભુ ! દ્વીન, દુ:ખી અને સ’સારમાં રડવડતા પ્રાણીઓના શરરૂપ આવા ઈષ્ટ દેવામાં આપ શિરે મણિરૂપ છે. પ્રભુ! પૂર્વે આરાધેલ રત્નત્રયના મળે તીથકર પદવીની સમૃદ્ધિ આપે મેળવી છે. એ સમૃદ્ધિએ દેવતાઓ, દેવેન્દ્રો, નરેન્દ્રો અને ચાર્ગીદ્રોને ભક્તિઘેલા બનાવ્યા છે, એ સમૃદ્ધિએ તિય ́ચ એવા પશુ-પ`ખીઓને પ્રેરણાએ આપી છે, એ સમૃદ્ધિએ અનેક પાપીઓના ઉદ્ધાર કર્યો છે. એ સમૃદ્ધિએ
७
Page #125
--------------------------------------------------------------------------
________________
આપને ત્રણ લાકના સ્વામી બનાવ્યા છે. પ્રભુ ! આપની એ તીથ કરપણાની અમર સમૃદ્ધિને હું ભાવપૂર્વક નમન કરૂ’ છું. નાથ ! રુવેન્દ્રો અને નરેન્દ્રોની ભકિત, આઠે મહાપ્રાતિ હાર્પીની શૈાભા કે સમવસરણ આદિની રચના-એ ખાદ્ય દેખાતી સામગ્રીના લીધે જ આપ સવ ઇષ્ટ દેવામાં શ્રેષ્ઠ છે એમ નથી. એવી બાહ્ય સમૃદ્ધિ તા કાઈ કાઇ ઇન્દ્ર જાળીઆ પાસે પણ હોઇ શકે છે. પણ પ્રભુ! જેના લીધે આપ દેવાધિદેવ અન્યા, જેના લીધે આપની તીર્થંકરપણાની સમૃદ્ધિ ત્રણે ભુવનથી ચઢી ગઈ, તે છે આપની અપૂર્વ આત્મ સિદ્ધિ આપની અમર દેશના. પ્રભુ ! આપે જોયુ` કે આ સંસાર સદા દુઃખમય છે. એમાં પડેલ આત્મા સુખ-દુઃખનાં માંદાલનામાં સદાકાળ અથડાયા જ કરે છે. એ સ'સારથી છુટા થવાના ઉપાય ન શેાધવામાં આવે ત્યાં સુધી આત્માને અમર શાન્તિ લાધવાની નથી અને તેથી પ્રભુ ! આપે આત્મસાધનાની શેાધ કરી. એ શેાધી આપે આપના આત્માને સ્ફટિક જેવા નિર્માળ બનાયે, અને આપના અન"ત જ્ઞાનના ખળે સ'સારના દુઃખદાવાનળને શાંત કરવા માટે ઉપદેશની ગંગા વહેતી મૂકી. એ પુનીત ગંગાના કિનારે આવેલા આત્મા કી તરસ્યા પાછા ફર્યો નથી. પ્રભુ ! આપે જોયુ* કે સ`સાર આખે ‘મત્સ્યગાગલ’ ન્યાયે દુઃખી થઈ રહ્યો છે. માટુ' માધ્યુ નાના માછલાને ગળી જાય, તેમ બળવાન જીવ નિ′ળ જીવને સતાવી રહ્યો છે. અને આપે ઉત્કૃષ્ટ અહિસાના મહામૂલે મંત્ર સ‘સારને સમાન્યા. ન્હાના માટા સૌ જીવને જીવવાના સમાન અધિ
Page #126
--------------------------------------------------------------------------
________________
૯૯
કાર છે, કેાઈ જીવને મારવા કે સતાવવા એ પાપ છે. એ પાપથી આ આત્મા મલિન થાય છે. મળવાન જીવે નિ ળના ભક્ષણના બદલે તેનુ રક્ષણ કરવુ જોઈએ. અહિં સા પરાયણ આત્મા જ આત્મસાધનાના અમરપથ પામી શકે. પ્રભુ! આપની એ ઉત્કૃષ્ટ મહિસાએ અનેક આત્મા એના ઉદ્ધાર કર્યો છે નાથ ! આપની એ પરમ અહિંસાએ આપને સવ ઇષ્ટ ફેવામાં શ્રેષ્ઠ બનાવ્યા છે. પ્રભુ ! માપની એ પરમ અહિંસાને મારી ક્રોડક્રોડ વદના હાજો. સ્વામી આપે જોયું કે એકાંતવાદની પક્કડમાં સપડાયેલા સ`સારના પંડિતે, તત્ત્વજ્ઞાનીએ અને આત્માના પ્રેમીએ સુદ્ધાં સૌ પેાતાનુ' એ જ સાચુ' માની ખીજાનું ખંડન કરીને વિત`ડાવાદના ઊંડા ખાડામાં પડી રહ્યા છે, કોઈ કાર્યની વાત સાંભળવા તૈયાર નથી, કાઇના મત સમજવા તૈયાર નથી. પ્રભુ ! આવે સમયે આપે ત્યા દ્વાદ–અનેકાંતવાદના મહામૂલા, મંત્ર ઉપદેશ્યા. પ્રભુ ! આપના એ સ્યાદ્વાદે જગત્ત્ને એક જ વસ્તુને અનેક દ્રષ્ટિ ખિન્દુથી જોતાં શીખવ્યું. જાણે કોઇને લેશ પણ દુભાવવાના પ્રસ`ગ ન આવે એમ આપના સ્યાદ્વાદના ઉપદેશે સ'સારને અહિંસાની પરાકાષ્ટાના માગ ખતાન્યેા અને આપની નય. વાદ અને સપ્તભ'ગીની પ્રરૂપણાએ આપના એ સ્યાદ્વાદના ઉપદેશ ઉપર કલગી ચઢાવી. પ્રભુ ! પરમ અહિ’સા, સ્યાદ્વાદ અને નયવાદના આપના ઉપદેશે જાણેસ'સારને પરમ શાંતિના માગ પ્રરૂપ્યા. પ્રભુ ! આપની આત્મસાધના પરમાત્કૃષ્ટ છે તેથી આપ સૌ ઈષ્ટદેવામાં શ્રેષ્ઠ છે. સ્વામી ! સ`સારના સર્વ ઉપદેશામાં આપના ઉપદેશ પરમસત્યમય છે તેથી
Page #127
--------------------------------------------------------------------------
________________
૧ee આપ સૌથી મહાન છે. દેવ ! સંસારમાં સર્વ દે માં આપનું તીર્થકર પણું તિલક સમાન છે. તેથી હું આપના ભાલ ઉપર ભાવ પૂર્વક તિલક કરૂં છું. સેળ પ્રહર દઈ દેશના, કંઠ વિવર વરતુલ મધુરવનિ સુરનરસુણે, તિણે ગળે તિલક અમૂલ. ૭ હે દયાનિધિ ભગવન!
કઈ ગાડીને મનોહર મોરલીનાદ ભયંકર વિષધરને પણ શાંત કરી તેને ડોલાવે છે તેમ હે પ્રભુ! સમવસરણમાં બિરાજેલ આપના કંઠમાંથી નીકળતે, માલકોશ રાગભ,
જનગામી મધુર ઉપદેશ દવનિ ભલભલા પાપી આત્માએને શાંત કરી દે છે. પ્રભુ આપના કંઠમાંથી નીકળતી એ કરુણાભરી દેશનાએ સંસારનાં દુખેથી સંતપ્ત પ્રાણીઓ ઉપર અમીનાં છાંટણાં છાંટયા છે. નાથ ! એ દેશનાના તાંતણે રોહિણેય સમા અનેક અધમ આતમાઓને વિસ્તાર થયે છે, પ્રભુ ! આપના કંઠમાંથી નીકળતા એ દેશના વિનિને હું ભાવપૂર્વક વંદન કરું છું. પ્રભુ ! આપે સમવસ રણમાં બિરાજી આપેલ દેશનાના એ વનિને મહિમા હું શું વર્ણવી શકું? એ વિનિએ માનવને જ નહીં દેવતા એને પણ મુગ્ધ કર્યા છે. સદા આનંદ વિલાસ અને વૈભ વમાં મગ્ન રહેતા દેવતાઓ પણ આપના કંઠમાંથી નીકળતા એ દેશના અમૃતનું પાન કરવા માટે પિતાના વિલાસને વેગળા મૂકે છે અને આપના ચરણ પાસે આવીને બેસે છે
Page #128
--------------------------------------------------------------------------
________________
અને એટલું જ શા માટે? મૂઢ અને જડ ગણાતા પશુપંખીઓ પણ જાણે પિતાના પશુભાવને ભૂલીને આત્મભાવને પિછાનવા મથતા હોય તેમ આપના સમવસરણમાં આવી બેસે છે. પ્રભુ! આપની દેશનાના ઇવનિને આ પ્રભાવ એ સંસારને માટે કરૂણારસભર્યા આપના હૃદયના પ્રતિબિંબ સમે છે. એ ઇવનિમાં મનુષ્ય, દેવ અને પશુ સૌ જાણે પિતાના આપ્તજનની મધુરી વાણી સાંભળતા હોય તેમ આપના ચરણ આગળ આવી સમતારસમાં ઝીલતા બેસે છે. પ્રભુ! આપની એ મહામહિમાભરી વાણુને હું વંદન કરૂં છું. દેવ! પડતા કાળના પ્રભાવે આપના કંઠમાંથી સાક્ષાત્ નીકળતા એ મધુર અવનિ સાંભળવા અમારા નસીબમાં નથી, આજે આપની એ પવિત્ર દેશના અમ ભારતવાસીઓને અલભ્ય છે. છતાં પ્રભુ! અમારે ધમમાગ સર્વથા પ્રકાશહીન નથી થયો. આપના કંઠમાંથી નીકળેલા એ દેશનાના ધ્વનિને શ્રી ગણધર ભગવતેએ ગ્રંથરૂપે ગુંથીને અમર બનાવે છે. આપની દેશનાના સારભર્યા અને ગણધર ભગવતેએ ગૂંથેલા એ આગમ ગ્રંથો અમ પંચમકાળમાં વસતા માનવીઓનું મહામૂલું ધન છે. પ્રભુ ! આપ જેવા જિનવર દેવના અભાવમાં જિનવરદેવે ઉપદેશેલી વાણી સંસારને સાધનાને માગ બતાવે છે. આપની દેશનાથી ભરેલા એ આગમોની આરધનાએ અનેક આત્માઓના આમદર્શનના માર્ગને ઉજજવળ બનાવ્યા છે. પ્રભુ ! સંસારના સમસ્ત પ્રાણુઓના કલ્યાણ માટે કરુણાભર્યા ઉપદેશને ધધ વહેતે મુકનાર આપના એ કંઠની હું ભાવભર્યા હૃદયે પૂજા કરું છું. નાથ! આપના
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦ કંઠની પૂજાથી મને આગમજ્ઞાનને પ્રકાશ સાંપડજે.
હૃદયકમળ ઉપશમ બળ, બાળ્યા રાગ ને રાષ; હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતેષ, ૮ હે પરમાત્માનું !
સંસારમાં અનાદિકાળથી આત્માને દુઃખ આપતાં કર્મોને નાશ કરીને આત્માના અનંત સુખની શોધ કરવાનો આપે નિર્ણય કર્યો અને આ૫, કેઈ નાગરાજ કાંચળીનો ત્યાગ કરે તેમ સંસારને ત્યાગ કરી ચાલી નીકળ્યા. પ્રભુ આપના એ નિશ્ચયને સંસારના માહક પાશ ન અટકાવી શક્યા કે આત્મસાધનામાં આવી પડતી અપાર આપત્તિઓ એને ન ડગાવી શકી. પ્રભુ ! આપે હદયબળે સ્વીકારેલ આપને એ નિશ્ચય મેરૂસમ અડગ હતું અને એ નિશ્ચયની આધારભૂમિ સમું આપનું હદય વજ સમ કઠિન હતું. એ હદયબળને ભેદવું અશકય હતું. પ્રભુ! આપની આત્મસાધનાના આધાર સમા આપના એ હૃદયબળને મારા કેટિ કોટિ વંદન હે. નાથ! મલિન પાણીથી મળને નાશ થયે કદી સાંભળે નથી. આત્મા ઉપરના કર્મમળનો નાશ કરી સમસ્ત સંસારને આત્મશુદ્ધિને માર્ગ ઉપદેશવા આપે સંયમ ધારણ કર્યું હતું. પ્રભુ ! એ આત્મશુદ્ધિ માટે આપે આપના હૃદયને ફટિક સમું નિર્મળ બનાવ્યું, અને એ સ્ફટિક સમ નિર્મળ હદયનાં દેલનેએ આપને વિશ્વબધુપણાને નાદ સમસ્ત સંસારને સંભળાવ્યું. નાથ ! આપના એ પવિત્ર કરુણાભર્યા
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૩
હૃદયમાં દીન, દુખી અને સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત પ્રાણીઓને પરમ શાંતિનું દર્શન થયું. પ્રભુ ! સ્ફટિક સમ નિર્મળ એવા આપના હૃદયને હું ભાવપૂર્વક નમન કરૂં છું. પ્રભુ ! આત્મસાધનામાં વા સમ આ પતું એ હૃદય સંસારના દુઃખી છ પ્રત્યે સદાય દ્રવતું હતું. કમળની કોમળ પાંખડી જેમ જરાપણ તાપ લાગતાં કરમાઈ જાય તેમ દીન દુઃખી જીવને જોઈને આપનું હૃદય કરુણાથી ઉભરાઈ જતું. આપના કરુણાના જળ અનેક જીવોના દુઃખદાવાગ્નિને શાંત કર્યો છે. પ્રભુ! કમળથી પણ કમળ એવા આપના એ હદયને હું સદા પૂજું છું. અને પ્રભુ! આપના એ નિર્મળ હદયમાં વહેતી શાનિતસરિતાને તે કહેવું જ શું ? હિમ ઠંડો ઠંડો પણ જેમ વનરાજીને બાળીને ખાખ કરી નાખે છે તેમ પરમશાન્તરસભર્યા આપના અંત:કરણે ચંડકૌશિક સમા કેધથી ધમધમતા અનેક આત્માને શાંત બનાવી દીધા છે. પ્રભુ ! પરમ શાંતરસભર્યા આપને એ હદયને મારા વંદન હજો. નાથ ! વજથીય કઠોર, કમળથી પણ કોમળ, સ્ફટિકથી પણ વધુ નિર્મળ અને પરમશાંતરસભર્યા આપના હદયનું હું ભાવપૂર્વક પૂજન કરૂં છું. રવામી ! આપના હદયના પૂજનથી મારા હૃદયના ગુણોને વિકાસ થજે, આત્મસાધના માટે મને વજસમ હદયબળ પ્રાપ્ત થજો, બધા જ પ્રત્યે સમભાવભરી કરૂણા મળજો,
સ્ફટિક જેવી નિર્મળતા મળશે અને અપાર શક્તિને લાભ થજે.
Page #131
--------------------------------------------------------------------------
________________
રત્નત્રયી ગુણ ઉજળી, સકળ મુગુણ વિશ્રામ; નાભિકમલની પૂજના, કરતાં અવિચળ ધામ, ૯
હે મંગલમય પરમાત્માનું !
અનાદિ કાળથી આત્મભાન ભૂલેલે આ આત્મા પુદુગલને સંગી બની પરમાવમાં રાવ્યા કરે છે. એણે પિતાનું સ્વરૂપ વિસારી મૂકયું છે. અજ્ઞાનનાં આવરણે એ એના જ્ઞાનભાતુને ઢાંકી દીધું છે, સંશય અને સંદેહની કાલિમાએ એને શ્રદ્ધાગુણને આવરી લીધું છે અને સંસારમાં નિરંતર ભોગવવાં પડતાં સુખદુખનાં ઘેરા વાદળાંએ એના નિજાનંદનું તેજ હણ દીધું છે. પ્રભુ ! આ બધી અનાદિકાળથી વળગેલાં કર્મની રચના છે. એ જડ કમને વશ બનેલો આ આત્મા પિતાના ચેતનભાવને વિસરીને ગર્ભાવાસ, જન્મ અને મરણની કારમી વેદનાઓ સદાકાળ સહ્યા કરે છે. પ્રભુ! જેમ મદઘેલ ગજરાજ મલિન કાદવમાં આળોટે છે, તેમ આ ભાન ભૂલ્યા આમા પિતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલીને કર્મના કાદવમાં સદાકાળ રાવ્યા કરે છે. પરમાત્મન્ ! એ મલીન કમકીચડમાંથી મારા આત્માને નિસ્તાર કરે. સ્વામી ! કરુણાના સાગર એવા આપે જગતને કલ્યાણને માર્ગ ઉપદે છે. આત્મસિદ્ધિથી વિમુખ બનેલા સંસારને આપે અનંત આત્મલક્ષ્મીનું દર્શન કરાવ્યું છે. એ આત્મલક્ષમીએ અનેક આત્માઓને સમૃદ્ધ બનાવી તેમને ઉદ્ધાર કર્યો છે. નાથ! મારા કમંદારિદ્રયને નાશ કરીને મને એ આત્મ
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૫
લક્ષ્મીનું દાન કરી. નાથ ! આપે શેાધેલી એ આત્મલક્ષ્મીનું મૂલ્ય હું શું કરી શકું ? પ્રભુ ! દેવતાઓએ સાગરમથન કરી રહ્ના મેળવ્યાં, તેમ આપે આત્મમથન કરી આત્મસમૃદ્ધિના મહાખજાના સમા ત્રણ મહારત્નાની શેાધ કરી. અન ́ત જ્ઞાન, અન`ત દર્શન અને અનંત ચારિત્ર એ આત્માની અખૂટ સપત્તિ છે. એ સ‘પત્તિને વરેલ આત્મા સ'સારની સમગ્ર ઉપાધિઓને તરી જાય છે. પ્રભુ! સ્વભાવે આ આત્મા અનંત જ્ઞાનના ધણી છે, અનત દનના માલિક છે અને અનત આનદના ભાક્તા છે. પણ પ્રભુ ! માહમાયાને વશ પડેલ આત્મા, મ`ત્રવશ ખનેલ માનવી જેમ પેાતાનું ભાન ભૂલી જાય તેમ પેાતાની અમૂલ્ય આત્મસપત્તિને ભૂલી બેઠા હતા, નાથ! આપે એને જાગૃત કર્યાં. પ્રભુ ! આપે શેાધેલ એ અમૂલ્ય રત્નત્રયીના કેવા પ્રભાવ છે! આંખ આગળના પાટા દૂર થાય અને માનવી જેમ પેાતાની આસપાસના પદાર્થો દેખી શકે તેમ અજ્ઞાનનાં આવરણા દૂર થતાં અન ́ત જ્ઞાનના ખળે આત્મા સંસારના સમસ્ત ભાવાને હસ્તામલકવત્ નિહાળવા લાગે, અન તદન પ્રગટ થાય કે આત્માના સમસ્ત સંશયેા કે સદેહા દૂર થઈ જાય અને આત્મા સત્ય શ્રદ્ધાની નિર્મળ સરિતામાં સ્નાન કરવા લાગે, કાઇ મહારાગીના રોગ દૂર થાય અને તેને જેમ શાતા વળે તેમ અનત ચારિત્ર્યના ઉદય થાય અને આત્માના કમ વ્યાધિ સર્વથા નાશ પામીને આત્માને અનંત આનંદના સાક્ષાત્કાર થવા લાગે. નાથ ! આ રત્નત્રયીની સાધના એટલે આત્માના સંતુ ચિત્ અને આનંદના સાક્ષાત્કાર, નાથ ! મહામંત્રવાદીના
Page #133
--------------------------------------------------------------------------
________________
(૦૬
એકાદ મ‘ત્રાસરમાં પણ જેમ અપાર શક્તિ ભરી હોય છે તેમ આપે પ્રરૂપેલી આ જ્ઞાન, દર્શન અને ચારિત્રની રત્નત્રયીમાં ક્રમના નાશ કરીને આત્માને શુદ્ધ બનાવવાની અનત શક્તિ ભરી છે. પારસમણિના સ્પર્શે લેાતુ પણ જેમ સુવણ બની જાય છે, તેમ આ રત્નત્રયીના સ્પર્શે આત્માનાં ક્રરૂપી આવરણા દૂર થઇને આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશવા લાગે છે. પ્રભુ ! કાઈ ગાગરમાં સાગર સમાવી ? તેમ આ જ્ઞાન, દર્શન, ચારિત્રની રત્નત્રયીમાં આપે અનંત આત્મસમૃદ્ધિને ભરી દીધી છે. પ્રભુ ! એ આત્મસમૃદ્ધિના લાભ મારા આત્માને મળજો. સ્વામી! આ દેહનું મૂળ નાભિ છે, તેમ ધર્મનું મૂળ આ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયી છે. એ રત્નત્રયીમૂલક ધર્મ જ આત્માના નિસ્તાર કરી શકે છે. પ્રભુ ! ધર્મના મૂલસમી એ રત્નત્રયીના લાભ મેળવવા માટે હું આપની નાભિની ભક્તિભર્યો ચિત્તે પૂજા કરૂ છુ', પ્રભુ ! આપની પૂજાથી મારા અજ્ઞાનના નાશ થો, મારાં દુઃખા નાશ પામજો અને મને અનત જ્ઞાન, દર્શન, ચારિત્રની સાધનાના માર્ગ સાંપડજો.
ઉપદેશક નવ તત્ત્વના, તિણે નવ અંગ જિષ્ણુ દુ; પૂજો બહુવિધ ભાવશું, કહે શુભ વીર સુણીંદ. ૧૦ હે તરણતારણ દેવ !
ધન્ય છે તે પુણ્યાત્માઓને કે જેમણે સમવસરણમાં એસી આપના મુખેથી દેશના સાંભળી છે અને આપનુ
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૭
પવિત્ર દર્શન કર્યું છે. ધન્ય છે તે ભૂમિને કે જ્યાં આપના ચરણેએ પગલાં પાડયાં છે. પ્રભુ ! આપની વાણીએ અને આપના દર્શને અનેક આત્માઓને આત્મમાર્ગનું દર્શન કરાવી અમરપંથે વાળ્યા છે. નાથ ! પંચમકાળના પ્રભાવે એ સમવસરણની રચના, એ જનગામિની આપની દેશના અને પતિને પાવન કરતી આપની એ દેહતિ આજે અલભ્ય છે. છતાં પ્રભુ ! આપનું સ્મરણ કરાવી આત્મમાર્ગે પ્રેરતી આપની પ્રતિમા આ સંસારસમુદ્રને તરવામાં મહાયાનતુલ્ય છે. આપની આત્મસિદ્ધિના અમર મહિમાને યાદ રાખવા અને આત્મભાવનાની જાતિને સજીવન રાખવા દેવતાઓ પણ પિતાના દેવવિમાનનાં આપની પ્રતિમાને પૂજે છે. પ્રભુ ! આપની પ્રતિમાના પવિત્ર દર્શનથી આત્મભાવ પ્રત્યક્ષ કરીને આદ્રકુમાર સમા અનેક આત્માઓ ધર્મ માર્ગને પામ્યા છે. નાથ! આપની પ્રતિમાના પૂજનથી મારી ધર્મભાવના જાગૃત થજે. પ્રભુ ! અનંતજ્ઞાનમય કેવળ જ્ઞાનના પ્રભાવથી સમસ્ત સંસારને સાક્ષાત્કાર કરીને આપે નવતત્વની પ્રરૂપણ કરી. એ નવતત્તવમાં સંસારના સમસ્ત સચરાચર પદાર્થોને સમાવેશ થાય છે. પ્રભુ ! આપની પવિત્ર પ્રતિમાના નવ અંગેના પૂજનથી મને એ નવ તનું જ્ઞાન મળજે. સ્વામિ ! અગ્નિમાં તપાવેલ સુવર્ણ જેમ શુદ્ધ સ્વરૂપે પ્રકાશી ઉઠે છે તેમ તપસ્યાની અગ્નિમાં તપાવેલ આ આત્માને કર્મમળ બળીને ભરમ થઈ જાય છે અને આત્માનું શુદ્ધ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય પ્રકાશી ઉઠે છે. પ્રભુ ! આત્મા
Page #135
--------------------------------------------------------------------------
________________
ઉપરના કર્મમળને બાળવા માટે આપે નવ પદના મહાતપની પ્રરૂપણ કરી છે. એ એક એક પદના આરાધનથી આત્મા ઉપરનાં કર્મબંધને વધુ ને વધુ શિથિલ થતાં જાય છે. પ્રભુ! આપની પ્રતિમાની નવ અંગની પૂજાથી મને એ નવપદ મહાતપની પ્રાપ્તિ થજે. પ્રભુ ! જડકમથી આવી મળેલ આ કાયાનાં અંગોનું જતન કરવા મોહવશ બની મેં અનેક પાપાચરણે સેવી મારા આત્માને ભારે બનાવ્યો છે, નાથ! આપના અંગેના પૂજનથી મારા અંગો ઉપરને મેહ નાશ પામશે અને મને આત્મભાવને લાભ થશે.
દેવાધિદેવ ! શાંતરસમાં ઝીલતી આપની પ્રતિમા મારા અંતરતાપને શમાવીને મારામાં શાન્તિનો સંચાર કરજે. પ્રભુ કઈ મહામંત્રની જેમ આપના નામસ્મરણરૂપી મંત્ર પાપીઓના પાપનો નાશ કરે છે. નાથ ! કોઈ મહાદાનીની જેમ આપની પ્રતિમાનું દર્શન પ્રાણીઓને પુણ્યસમૃદ્ધિનું દાન કરે છે. દેવ! કઈ પારસમણિની જેમ આપની પ્રતિમાનું પવિત્ર સ્પર્શન-આપની પ્રતિમાનું પૂજન આત્મભાવને જાગૃત કરીને પ્રાણીઓના આત્માને નિર્મળ બનાવે છે પ્રભુ ! આપનું નામસ્મરણ મારા પાપને દૂર કરજે, આપનું દર્શન મારી પુણ્યસમૃદ્ધિને જાગૃત કરજે અને દેવ! આપનું પવિત્ર પૂજન મારા સમસ્ત કર્મોને દૂર કરી મારા આત્માને નિતાર કરજે. નાથ! આ લાભ મેળવવા માટે હું આપનાં નવે અંગનું ભાવપૂર્વક પૂજન કરું છું.
સ્વામી! પંચમકાળમાં આપની દેશનાથી ભરેલ આગમ અને આપનું સમરણ કરાવતી આપની પ્રતિમા સદા અમારૂં શરણુ હશે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૦૯ પૂજન વખતેભાવવાની જુદી જુદી ત્રણ અવસ્થાએ
પ્રભુની પિડસ્થ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવ સ્થાએ ભાવવી, તેના અથ એ છે કે પ્રભુનુ' છદ્મસ્થપણું', કેવલીપણું અને સિદ્ધપણુ વિચારવું. અને ભાવવી; પરિકરમાં રચેલા
સ્વપન
અનવડે છદ્મસ્થ અવસ્થા પ્રાતિહાર્યોં વડે કેવલી અવસ્થા ભાવવી તથા કાસન અને કાર્યોંસગ આસનવર્ડ શ્રી જિનેશ્વરાની અરૂપી સિદ્ધત્વ
અવસ્થા ભાવવી.
પિંડ—તીથ કરદેવના તીર્થંકર પદવીપમ્યા પહેલાના દેંહ, તેમાં રહેલી અવસ્થા ત્રણ પ્રકારની છે ૧ જન્માવસ્થા, ૨ રાજ્યાવસ્થા ૩ અને શ્રમણાવસ્થા. એ ત્રણે અવસ્થામાં ભગવાન છદ્મસ્થ-અસવજ્ઞ હોય છે.
પદ-તીથકર પદવી, તે પ્રભુ જ્યારે કેવલજ્ઞાન પામે છે ત્યારે જ પ્રગટ થાય છે. તેથી અહીં પદસ્થ અવસ્થા એટલે કેવળજ્ઞાનથી આર‘ભીને
નિર્વાણુસમયપ ”તનું
કેવલીપણું'.
રૂપરહિત અવસ્થા- અવસ્થા પ્રભુ જ્યારે નિર્વાણુ પામી સિદ્ધ થાય છે ત્યારે હોય છે. રૂપ એટલે વણુ, ગધ, રસ અને સ્પર્શ, તેનાથી રહિતપણુ’—કેવળ આત્મસ્વભાવમાં અવસ્થાન
-
જન્માવસ્થા—પ્રભુની પ્રતિમા જે પરિકરમાં સ્થાપેલી હાય છે, તે પરિકરમાં પ્રભુના મસ્તક ઉપર હાથી ઉપર બેઠેલા અને હાથમાં કળશે લઇને જાણે પ્રભુના અભિષેક
Page #137
--------------------------------------------------------------------------
________________
કરતા હોય તેવા દેવનો આકાર હોય છે, તે આકારોને ધ્યાનમાં લઈ જન્મ અવસ્થા ભાવવી. તથા સ્નાત્રાદિ-જળાભિષેક સમયે પણ જન્માવસ્થા ભાવવી,
રાજયાવસ્થા–એ જ પરિકરમાં માલધારી-હાથમાં પુષ્પની માલા ધારણ કરેલા દે હોય છે, તેને ધ્યાનમાં લઈ રાજ્યાવસ્થા ભાવવી. પુષ્પમાલા તે રાજભૂષણ છે. ઉપલક્ષણથી બીજાં આભૂષણે પણ સમજવાં. પુષ્પપૂજા તથા અલંકાર પૂજા વખતે પણ રાજ્યઅવસ્થા લાવવાની છે.
શ્રમણાવસ્થા–પ્રભુપ્રતિમાનું મસ્તક અને દાઢીમૂછને ભાગ કેશરહિત હોય છે, તેને ધ્યાનમાં લઈને શ્રમણાવસ્થા ભાવવી. પ્રભુ જ્યારે દીક્ષા લે છે ત્યારે પંચમુષ્ટિ લેચ કરે છે, ત્યારબાદ ભવપર્યત લોચ કરતી વખતે જેવા રહ્યા હોય તેવા જ અપેકેશાદિ અવસ્થિત રહે છે. પરંતુ વૃદ્ધિ પામતા નથી. એ અવસ્થિતપણું એ જ અહીં પ્રભુના શ્રમણપણાનું સૂચક છે.
કેવલી અવસ્થા–એ જ પરિકર ઉપર કળશધારી દેવની બે બાજુએ કરેલા પત્રને આકાર હોય છે, તે અશોકવૃક્ષ. માલાધર દેવે વડે પુષ્પવૃષ્ટિ, વીણા અને વાંસળી વગાડતા દેવના આકાર વડે દિવ્યવનિ, મસ્તકના પાછળના ભાગમાં રહેલે તેજરાશિને સૂચવનાર કિરણવાળે કાંતિમાન આકાર તે ભામડલ, ત્રણ છત્રની ઉપર ભેરી વગાડતા દેને આકાર તે દંભિ, બે ચામર વીંજતા દેવને આકાર તે ચામર, તથા સિંહાસન અને છત્ર, એમ આઠ પ્રાતિહા અવશ્ય સાથે રહેવાવાળા હોય છે,
Page #138
--------------------------------------------------------------------------
________________
તેને ધ્યાનમાં લઈને પ્રભુની કેવલી અવસ્થા-તીર્થંકરપદવીની અવસ્થા ભાવવી.
રૂપાતીત અવસ્થા–સઘળા તીર્થંકર પર્યકાસન તથા કાર્યોત્સર્ગાસન, એ બે આસનેએ રહીને મોક્ષે ગયા છે, તેથી પ્રભુની મૂર્તિઓ પણ એ બે આસનવાળીજ હોય છે, તેને ધ્યાનમાં લઈને પ્રભુની સિદ્ધત્વ અવસ્થા એટલે રૂપાતીત અવસ્થા ભાવવી.
જ્યોતિ સ્વરૂપી તું જિન દીઠે, તારી મૂરતિનું નહિ મૂલ રે, લાગે મને પ્યારી રે. તારી આંખડીએ મન મોહ્યું રે, જાઉં બલિહારી રે. ત્રણ ભુવનનું તત્વ લહીને, નિર્મલ તુહી નિપાયે રે. જગ સઘળે નિરખીને જોતાં,
તાહરી હેડે નહિ આયે રે લાગે. ૧ ત્રિભુવન તિલક સમેવડ તાહરી, સુંદર સુરતિ દીસે રે; કે કોટી કંદર્પ સમરૂપનિહાળી, સુરનરનાં મન હસે રે. લા૨
જોતિ સ્વરૂપી તું જિન દીઠે,તેને ન ગમે બીજું કાંઈ રે, મેં જિહાં જઈએ ત્યાં પૂરણ સઘલે, દીસે તુંહી તુંહી રે. લાગે. ૩છે. તુજ મુખ જેવાને રઢ લાગી, તેહને ન ગમે ઘરને ધંધો રે, છે આળ પંપાળ સવિ અલગી મૂકી,
તુજશુ માંડ પ્રતિબંધ છે. લાગે છે કે ભવસાગરમાં ભમતાં ભમતાં, પ્રભુ પાસને પામ્ય આરો , આ ઉદયરતન કહે બાંહ ગહીને સેવક પાર ઉતારો ૨. લાગે. ૫ ||
Page #139
--------------------------------------------------------------------------
________________
અનુભવિયાના અમૃતાગારની પર‘પરા
હે ભવ્ય પ્રાણીઓ ! તમારે માક્ષસુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હાય તા તમે શ્રીતીથકર ભગવંતની પ્રતિ માની ઉપાસના કરો. જે પ્રતિમા માહરૂપી દાવાનલને શમાવવામાં મઘની વૃષ્ટિરૂપ છે, સમતારૂપ પ્રવાહમાં ઝીલવા માટેની નદી છે, તે પ્રતિમા સત્પુરૂષેને વાંછિત આપવામાં કલ્પલતા છે અને જે સૌંસારરૂપી ઉગ્ર અંધકારને નાશ કરવામાં સૂર્યની તીવ્ર પ્રભારૂપ છે.’ (પ્રતિમાશતક àાક ૫)
હે સર્વ દુઃખથી રહિત પ્રભુ ! હે સદા આનમય નાથ ! તમારી મૂર્તિને જોઇ જોઇને હું' મારા હૃદયમાં વિશ્વાસ મેળવી, અત્યંય અવિનાશી એવા હષને પ્રાપ્ત થયેલા છુ'. હું મનુષ્યના હિતકારી પ્રભુ ! તે આપની પ્રતિમા અભય... દાન સહિત ઉપાધિ વગર વધતા ગુણસ્થાનકને ચેાગ્ય એવી દયાનું પાષણ કરે છે.’ (પ્રતિમાશતક Àાક ૬)
“ હું પ્રભુ ! તમારૂ બિંબ હૃદયમાં ધારણ કરવાથી બીજી' કાઈ રૂપ હૃદયમાં સ્કુરાયમાન થતુ નથી અને તમારા રૂપનું સ્મરણ થતાં પૃથ્વીમાં બીજા કોઇ રૂપની પ્રસિદ્ધિ થતી નથી. તે માટે “ તું તે હું...” એવી અભેદ બુદ્ધિના ઉદયથી “ યુમદ્ અને અમ ્ ' પદનો ઉલ્લેખ પણ થતા નથી
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૩
અને કાઈક અગેાચર પરમ ચૈતન્યમય જ્ગ્યાતિ 'તરમાં સ્કુરાયમાન થાય છે. (41. 21. 9)
22
“ હે પ્રભુ ! પાપના ક્ષય કરનારૂ, ઉત્તમ પદ્મ સ્વરૂપ અને રૂપ રહિત એવું અપ્રતિપાતિ ધ્યાન જ્યાં સુધી પ્રગટ ન થાય, ત્યાં સુધી મારા હૃદયમાં તમારું રૂપ અનેક પ્રકારે જ્ઞેયાકારરૂપે પરિણામ પામા, જે આનંદઘનમાં ત્રિકાલ સ‘ભવી અને સર્વ તરફથી થયેલું સુર અસુરનું સુખ અનંતમા ભાગે પણ ઘટતું નથી. ” ( પ્રતિમાશતક શ્લોક ૯).
“ હું જિનેન્દ્ર ! ઉત્તમ પુરુષાના વૃંદાએ નમસ્કાર કરેલ અને મુક્તિરૂપ લતાના કદ સમાન એવી તમારી પ્રતિમા, કે જેને દેવતાઓએ મદારવૃક્ષના પુષ્પસમૂહવડે પૂજેલી છે અને જે ઉગ્ર રાગને શાષણ કરનારા સ્નાત્રજલ રૂપ અમૃતના ઝરણથી સર્વ જગતની રક્ષા કરે છે, પ્રતિમાને અમે પરમ આન`દને ( માક્ષને ) અર્થે વંદના કરીએ છીએ ” ( પ્રતિમાશતક લેાક ૧૧ ).
,,
“ જેમ ભ્રમર પ્રફુલ્લિત માલતીને છેડે નહિ, અને જેમ હાથી મનેાહર રેવા નદીને છેાડે નહિ, જેમ કેાકિલ પક્ષી વસ'તઋતુમાં સૌદય વાળી આમ્રવૃક્ષની મજરીને છેડે નહિ, અને જેમ સ્વગ પતિ ઈન્દ્ર ચંદનવૃક્ષેાથી સુંદર એવી ન'દનવનની ભૂમિને છેાડે નહિ, તેમ હું શ્રી તીર્થંકર ભગ વતની પ્રતિમાને મારા હૃદયમાંથી ક્ષણવાર પણ છેડતા નથી. ” ( પ્રતિમા શતક-૪)
“ હે પ્રભુ! અનિમેષ દૃષ્ટિ વડે નિર ંતર દર્શન કરવા
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૪
ચેાગ્ય આપના રૂપને એકવાર જોયા પછી મનુષ્યની દૃષ્ટિ ખીજે કાઈ સ્થળે સ'તાષ પામતી નથી. ચદ્રોના કિરણેાના જેવા ઉજ્જવલ ક્ષીરસમુદ્રનું જલપાન કર્યાં પછી લવણસમુદ્રનુ ખારૂ પાણી પીવાની કાણુ ઇચ્છા કરે ? અર્થાત કાઇ ન કરે.’ ( ભક્તામર àાક ૧૧ )
(
ત્રણ ભુવનમાં અદ્વિતીય અલ’કારરૂપ હે પ્રભુ! શાન્તરસની કાન્તિવાળા જે પરમાણુઓ વડે તમારૂ શરીર બન્યું છે, તે પરમાણુએ પૃથ્વી પર તેટલા જ છે. કારણ કે આપની સમાન અન્ય કાઇમાં પણ એવી સુંદરતા નથી. ( ભક્તામર àાક ૧૨ )
"
! હું ત્રણ જગતના અધિપતિ ! હે પ્રભુ ! જેણે અન્ય કાર્યાં દૂર કર્યાં છે અને ભક્તિવડે ઉલ્લાસ પામતા ામાંચિત શરીરવાળા પ્રાણીએ પૃથ્વીને વિષે તમારા ચરણયુગલને વિધિપૂર્વક ત્રણે કાળ પૂજે છે, તે જ ધન્ય છે, તેમના જ જન્મ સાથČક છે. ' ( કલ્યાણમ'દિર àાક ૩૪)
6
હે નાથ-ઘણા કાળથી સ`ચિત કરેલી તમારા ચરણ કમળની ભક્તિનું કાંઇ પણ ફળ હોય તે હું શરણુ કરવા લાયક પ્રભુ ! માત્ર એક તમારા જ શરણવાળા એવા મારા આ ભવમાં અને બીજા ભવમાં પણ તમે જ સ્વામી થજો. ( કલ્યાણમ'દિર Àક ૪૨ )
"
આ રીતે અનુભવી મહાપુરુષાના ઉદ્ગાર્થી સ્પષ્ટ સમજી શકાય છે કે શ્રી જિનમૂર્તિના આલખનથી જે રીતે આત્મવિકાસ સુલભ બને છે તે બીજી રીતે સુલભ નથી. મૂર્તિ'નુ' લખન આત્મવિકાસમાં ઘણું જ જરૂરી છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
પ
“હે નાથ ! આપનું સર્વોત્તમ રૂપ જોનારા જીવા જો હર્ષોંથી પરિપૂર્ણ થતા નથી તેા જો તેઓ સજ્ઞ ન હોય તે પછી સંજ્ઞી હાવા છતાં પણ ખરેખર અસ'ની છે! ( શ્રી ધનપાલ વિરચિત ઋષભ પંચાશિકા ) 節
,,
“ હું અહંન્ ! આપ પરમ ચૈાતિવાળા છે, આત્મઋદ્ધિના સ્વામી છે, મહાન આસાવાળા છેા, પરમૈશ્વયના ભાક્તા છે, મહાશાંત રસના નાયક છે, સિદ્ધના પર્યાયાની સ'તતિ વાળા છે, કેવળજ્ઞાની છે અને આપની મૂતિ પરમ પાવન કરનારી છે. એવા હે જિનેન્દ્ર ! તમેજ મારી ગતિરૂપ થાઓ. ”
(. શ્રી સિદ્ધસેન દીવાકર વિરચિત વમાન દ્વાત્રિંશિકા ) 5
“ હું જિનેન્દ્ર ! જે પુરુષના અંતકરણમાં આપના ચરણકમલનું યુગલ હમેશાં સ્ફૂશયમાન થાય છે ત્યાં નક્કી ત્રણે જગતની લક્ષ્મી સહચારિણીની માફ્ક આશ્રય કરવાને આવે છે.
""
“ હું જિનેશ્વર ! જેણે ભક્તિથી હુ'મેશા આપને નમ સ્કાર કરેલા છે, સ્તવના વડે સ્તુતિ કરી છે અને પુષ્પની માળાએ વડે પૂજા કરી છે, તેના હાથમાં ચિંતામણ રત્ન પ્રાપ્ત થયું છે અને તેના ઘરના આંગણામાં કલ્પવૃક્ષ ઉગ્યા છે.” ( શ્રી કુમારપાલ વિરચિત સાધારણ જિન સ્તવન )
5
Page #143
--------------------------------------------------------------------------
________________
નોર્થ છે ! શ્રી અરિહંત પરમાત્માની ઉત્તમોત્તમતા છ પ્રકારના પુરુષનું સંક્ષિપ્ત સ્વરૂપ
શ્રી અરિહંત પરમાત્માની ઉત્તમોત્તમતા સમજવા માટે આ વિશ્વમાં વસતા મનુષ્ય મુખ્ય રીતિએ કેટલા પ્રકારના છે, તેને સંક્ષેપમાં જાણવું જરુરી છે. શ્રી તવાઈ સૂત્રની સંબંધ કારિકામાં સંક્ષેપમાં પણ અતિ સુંદર રીતિએ વિશ્વવત છ પ્રકારના પુરુષનું સ્વરૂપ નીચે મુજબ બતાવવામાં આવ્યું છે–
कर्माहितमिह चामुत्र, चाधमतमो नरः समारभते । इहफलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ॥ १॥ परलोकहितायैव, प्रवर्तते मध्यमः कियासु सदा । मोक्षायैव तु घटते, विशिष्टमतिः पुरुषः ॥ २ ॥ यस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो-ऽप्युत्तम इति पूज्यतम एव ॥ ३ ॥ .
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૭
(૧) આ ત્રણ કેનું તાત્પર્ય એ છે કે આ લેક અને પરલેકમાં જેનાથી આત્માનું અહિત થાય એવા જ મહાતામસ અને રૌદ્ર કાર્યોમાં જે મનુષ્ય સદા પ્રવતે છે તેની ગણત્રી અધમાધમ વગમાં થાય છે.
(૨) જે મનુષ્ય પરલોકમાં પિતાનું ગમે તે થાય તેની કાળજી રાખ્યા વિના “આ ભવ મીઠા તે પરભવ કોણે દીઠા” એ ઉક્તિ અનુસાર પરલોક નિરપેક્ષ માત્ર આ લેકના સુખને જ નજર સમક્ષ રાખીને પ્રવૃત્તિ કરે છે તેની ગણત્રી અધમ વર્ગમાં થાય છે. આવી વૃત્તિવાળા મનુષ્ય માત્ર એટલું જ જુએ છે કે, તેમને આ લેકમાં સુખ મળવું જોઈએ અને તેમનું આ લોકનું સુખ ટકી રહેવું જોઈએ.
(૩) પિતાને આ લેકમાં અને પરલોકમાં એમ બને લોકમાં સુખ મળે, એવા કાર્યમાં જે મનુષ્ય પ્રવતે છે, તેની ગણત્રી વિમધ્યમ વર્ગમાં થાય છે. આવા જ પિતાને અને લેકમાં સુખ જે રીતે મળે તે જાતની પ્રવૃત્તિ
(૪) જે મનુષ્ય પિતાના પરલોકને સુધારવા માટે જ બદ્ધકક્ષ બની શુભ ક્રિયામાં પ્રવર્તે છે અર્થાત્ આ લોકના સુખની અપેક્ષા રાખતા નથી પણ પિતાને પરલેક ન બગડે તેની જ મુખ્ય કાળજી રાખીને તેઓ શુભ કાર્યોમાં પ્રવર્તે છે. આવા આત્માઓની ગણત્રી મધ્યમ વર્ગમાં થાય છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૮ (૫) વળી વિશિષ્ટ બુદ્ધિમાન એવા જે પુરુષે આ લોકના સુખને માટે પણ નહિ, તેમ પરાકના સુખને માટે પણ નહિ, પરંતુ સર્વ કર્મબંધનથી મુક્ત થવા માટે અર્થાત્ સર્વ દોષથી રહિત થવા માટે અને આત્મામાં છૂપાયેલા અનંત ગુણોને પ્રગટ કરી સર્વ ગુણથી સંપન્ન થવા માટે-મુક્તિ મેળવવા માટે સદા પ્રયત્નશીલ રહે છે અને એમાં જ અપ્રમત્તભાવે દત્તચિત્ત રહે છે, તેમની ગણત્રી ઉત્તમ પુરુષોના વર્ગમાં થાય છે.
(૬) પરંતુ જે મનુષ્ય ઉત્તમ ધર્મને પ્રાપ્ત કરીને પિતે સર્વથા કૃતકૃત્ય બનવા છતાં પણ બીજા જના કલ્યાણને માટે સદા ઉત્તમ ધર્મનો ઉપદેશ આપે છે તેની ગણત્રી ઉત્તમથી પણ ઉત્તમ અર્થાત્ ઉત્તમોત્તમ વર્ગમાં થાય છે. અને તેથી જ તેઓ જગતમાં સૌથી શ્રેષ્ઠ સ્મર ણીય, સ્તવનીય અને થાતત્ય છે, તેમની ઉપાસના કરવાથી ચિત્તની પ્રસન્નતા થાય છે. એ ચિત્ત પ્રસન્નતા અંતે સમાધિમાં પરિણમી પરિણામે નિઃશ્રેયસ-મુક્તિની પ્રાપ્તિમાં હેતુભૂત બને છે, તેનું વિશેષ વર્ણન શ્રી સિદ્ધર્ષિગણિકૃત ઉપમિતિ-ભવ-પ્રપંચા કથા નામના ગ્રન્થરનમાં તથા શ્રી ક્ષેમં. કરગણિકૃત વત્ પુરુષ ચરિત્રમાં સુ દર રીતિએ કરવામાં આવ્યું છે. જેને વાંચતાં વિચારતાં વિવેકી જનેને શ્રી અરિહંત પરમાત્માના વિશિષ્ટ આત્મદ્રવ્યની પ્રતીતિ થાય છે અને તેથી તેમના પ્રત્યે અનાયાસે પિતાના હદયસાગ૨માં ભક્તિભાવની છેળે ઉછળવા લાગે છે, જેનાથી કિaષ્ટ
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ક્રમ'ના વિચ્છેદ થાય છે અને આત્મા નિર્માંળતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ તામાં સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ આચરણને પ્રાપ્ત કરી પોતે નિમળ બને છે, તેથી અહી 66 ષટ્ પુરુષ ચરિત્ર” નામના ગ્રન્થના આધારે અરિહંત પરમાત્માની ઉત્તમાત્તમતાનુ વર્ણન રજુ કરવામાં આવે છે.
ઉત્તમાત્તમ પુરુષાનું સ્વરૂપ—
શ્રી તીર્થંકર નામકર્મના ઉયવાળા શ્રી અરિહુ ત પરમાત્મા, પરમ ઐશ્વય વાળા હેાવાથી તે ત્રણે લેાકના પરમેશ્વર છે. ત્રણે લેાકનું સાચું યાગક્ષેમ કરવાનું સામર્થ્ય ધરાવતા હોવાથી તેઓ સાચા અર્થમાં ત્રણે લેાકના નાથ છે. ગુણ પ્રકાની ટોચે પહોંચેલા હાવાથી તથા પૂજવા ચૈાગ્ય બધા જ ગુણા તેમનામાં હાવાથી તે ત્રણે લેકને પૂજાના પાત્ર છે, સ્તુતિ કરવા ચૈાગ્ય છે, ધ્યાન કરવા ચેાગ્ય છે. સવ ઢાષથી રહિત અને સર્વ ગુણથી પરિપૂર્ણ હાવાથી તીથ ́કરા સર્વ જીવા કરતાં ઉત્તમાત્તમ છે.
કાળ અનાદિ છે અને સર્વ જીવા પણ અનાદિ છે એ ન્યાયે એ તીથકર ભગવંતા જ્યારે અનાદિ અવ્યવહાર રાશિમાં રહેલા હોય છે, ત્યારે પણ તેમના તેવા પ્રકારના ભવ્યત્વપરિપાકથી તે બીજા જીવા કરતાં કેટલાક વિશેષ ગુણેાના કારણે ઉત્તમ હાય છે. દૃષ્ટાંત તરીકે જેમ રત્નની માણમાં ઉત્પન્ન થયેલા ચિંતામણિ રત્ના ભલે તે વખતે
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦
રજથી-ધૂળથી ઢંકાયેલા હોય તા પણ તે સસ્કારિત એવા પણ ખીજા ઉતરતી જાતના રત્નાથી કે સંસ્કારિત એવા પણ કાચ ફ્નાથી વિશેષ જ હોય છે. અર્થાત્ તે વખતે પણ તેમનું ઉત્તમ રત્નપણું બીજા રત્ના કરતાં વિશિષ્ટ પ્રકારનુ' હાય છે.
ત્યારપછી વિકાસક્રમમાં આગળ વધતા જ્યારે તે વ્યવહારરાશિમાં આવે છે, ત્યારે પણ તેવા પ્રકારના ક્રમ વિપાકના સદ્ભાવથી પૃથ્વીકાયાદિકને વિષે ઉત્પન્ન થાય તા ચિંતામણિ, પદ્મરાગ, લક્ષ્મીપુષ્પ, સૌભાગ્યકરાદિ ઉત્તમ રત્નાની જાતિમાં શ્રી તીકરા ઉત્તમપણે ઉત્પન્ન થાય છે.
અપ્લાયને વિષે ઉત્પન્ન થાય તાતીથૈાંદકાદિકમાં-પવિત્ર તીર્થીનાં જલરૂપે ઉત્પન્ન થાય છે.
તેજસ્કાયમાં ઉત્પન્ન થાય તેા પૂજનના અગ્નિમાં તથા મ`ગલપ્રદીપાદિકમાં ઉત્પન્ન થાય છે.
વાયુકાયિકમાં ઉત્પન્ન થાય તો વસંત ઋતુમાં સને સુખ ઉત્પન્ન કરનારા મૃદુ, શીતલ અને સુગથી મલયાચલના પવનાદિકમાં ઉત્પન્ન થાય છે.
વનસ્પતિકાયિકને વિષે ઉત્પન્ન થાય તેા ઉત્તમ પ્રકારનાં કલ્પવૃક્ષ. આદિમાં— જેમકે હરિચ'દન, મ'દાર, પાન્તિતક, સંતાનક, નદન તથા આમ્રવૃક્ષ, ચંપક, અશેકા
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૫
દિકમાં, તથા ચિત્રકવલ્લી, દ્રાક્ષા, નાગવલ્લી અને અતિ પ્રભાવશાળી મોટી મોટી ઔષધિઓમાં ઉત્પન્ન થાય છે.
બેઈન્દ્રિય જીવમાં જો ઉત્પન્ન થાય તે દક્ષિણાવર્ત શંખમાં; શુક્તિ-છીપમાં અર્થાત્ જેમાંથી મોતી ઉત્પન્ન થાય એવી છીપમાં તથા શાલીગ્રામ આદિકમાં ઉત્પન્ન થાય છે. એવી જ રીતે ત્રીન્દ્રિય તથા ચતરિક્રિયાદિકમાં ઉત્પન્ન થાય તે ત્યાં પણ ઉત્તમરૂપે ઉત્પન્ન થાય છે.
પંચેન્દ્રિય તિર્યંચને વિષે ઉત્પન્ન થાય તે સર્વોત્તમ પ્રકારના ભદ્રજાતિના ગજ-હતિરૂપે તથા અશ્વાદિકમાં ઉત્પન્ન થાય તો સારા લક્ષણવાળા અશ્વાદિકમાં ઉપન થાય છે.
ત્યાર પછી મનુષ્યભવમાં આવેલા તીર્થકરોના આત્માઓ ઉત્તમ કુલોમાં ઉત્પન્ન થઈ અપૂર્વકરણ વડે ગ્રન્થભેદ કરી અનિવૃત્તિ વગેરેના કરણાદિકના ક્રમથી સમ્યકત્વ પામીને ઉત્તમ પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ-ભાવાદિક રૂપે સમગ્ર સામગ્રીને પ્રાપ્ત કરીને તે ભવમાં તેઓ શ્રી અરિહંતવાત્સલ્ય આદિ વિશિષ્ટ ભક્તિ-અર્થાત વશ સ્થાનકની ઉત્તમ રીતે આરાધના કરીને તેઓ તીર્થકર નામકર્મની ઉપાર્જના કરે છે અને તે ભાવનું આયુષ્ય પુરું કરીને તેઓ અનુત્તર વિમાનાદિ ઉત્તમ દેવવેકાદિમાં ઉત્પન્ન થાય છે.
અનત્તર વિમાનાદિકને વિષે દેવલેકના ઉત્તમ સુખોને
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૨
અનુભવી ત્યાંથી અવીને શ્રી તીર્થકરે ચરમ જન્મમાં સર્વોત્તમ તથા વિશુદ્ધ જાતિ-કુલ અને વંશને વિષે ઉત્પન્ન થાય છે, ત્યાં તેમના (તીર્થકરના ) અવતારના પ્રભાવે તેમની માતાને ચૌદ મહાસ્વપ્ન આવે છે. | તીર્થકરો માતાના ગર્ભમાં પણ ઉત્તમ પ્રકારનાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત હોય છે.
તેઓ જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેમના પૂર્વના મહાન પુણ્યદયથી પ્રેરાયેલા જાંભક નામના દે ઈન્દ્રની આજ્ઞાથી ભૂમિ આદિમાં રહેલા માલિક વિનાના સુવર્ણ-રત્નાદિકના અનેક મહાનિધાને લઈ આવી તીર્થ". કરીના પિતાના ઘરમાં મૂકે છે.
માતાના ગર્ભવાસમાં બીજા જીવોને ગર્ભાવાસની જે વેદના અનુભવવી પડે છે તે વેદના શ્રી તીર્થકરને ગર્ભાવાસમાં અનુભવવી પડતી નથી અને બીજી માતાઓને ગર્ભની જે વેદના અનુભવવી પડે છે તે તીર્થકરોની માતાને ગર્ભની વેદનાને અનુભવ થતું નથી. તીર્થકરની માતાને સાધાન અવસ્થામાં અશુ આહારને પરિણામ થતો નથી. -અર્થાત્ અશુભ દેહલા થતાં નથી. સર્વ શુભ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.
તીર્થકર માતાના ગર્ભમાં આવે છે ત્યારે તીર્થ કરની માતાઓમાં રૂપ, સૌભાગ્ય, કાંતિ બુદ્ધિ અને બલાદિકની વૃદ્ધિ થાય છે, મન, વચન અને કાયાના યોગ શુભ પરિણામવાળા થાય છે. ઉદારતા, ગંભીરતા અને ધર્યાદિ
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૩
ગુણ્ણા તીથ કરાની માતાઓમાં વિશેષપણે ઉત્પન્ન થાય છે. પરોપકાર, દયા, દાન, દેવ-ગુરુની ભક્તિ, સંઘ્રવાસલ્ય, સ્વજનાને માન આપવું, ઇત્યાદિક દાહદ પ્રશસ્ત ઇચ્છાઓ તીર્થંકરની માતાને થાય છે. સવ ઇન્દ્રિયાને ઈષ્ટ, શરીરને સુખાકારી સર્વ ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને તીથ કરની માતા સને પ્રીતિપાત્ર અને છે.
શ્રી તીથ કરના પિતાને પણ અતિ હષ પ્રાપ્ત થાય છે. અને કયાંય પણ તેમને પરાભવ થતા નથી. સ ભૂપાલે આવી આવીને તેમને પ્રણામ કરે છે. તેમના પિતાની આજ્ઞા સર્વત્ર વિસ્તારને પામે છે. દશે દિશાઓમાં તેમના યશ તથા કીર્તિ વિસ્તારને પામે છે, વશની ઉન્નતિ થાય છે, ઘરમાં સવ સુંદર વસ્તુની પ્રાપ્તિ થાય છે તથા ચારે બાજુથી સર્વ પ્રકારની સ ́પત્તિએ સ્વયમેવ આવે છે અને તમામ વિપત્તિએ દૂર જાય છે.
શ્રી તીકરાના જન્મ સમયે સર્વ શુભ મહે। શુભ સ્થાનમાં રહેલા હાય છે. ત્રણે લેાકમાં સત્ર ઉદ્યોત—— અજવાળાં થાય છે. અંતર્મુહૂત નારકીના જીવાને પણ સુખના અનુભવ થાય છે. ભગવંતના જન્મસમયે અતિ હથી પ્રમુદિત થયેલા દેવતાઓ તીથ કર ભગવંતનાં ગૃહાં. ગણુમાં રત્ન, સુવર્ણ અને રુપાનાં અનેક પ્રકારનાં આભરણાની, વસ્ત્રોની, પુષ્પાની અને સુગધિ જલની વૃષ્ટિ કરે છે. તે વખતે અત્યંત હર્ષના આવેગમાં આવેલા દેવતાએ 66 જય જય ” શબ્દથી પૃથ્વી અને આકાશને ગજવી મૂકે
Page #151
--------------------------------------------------------------------------
________________
૨૪
છે. દેવાની દુ'દુભિએ હાથથી તાડન કર્યા વિના જ પેાતાની મેળે જ વાગતી રહે છે. સવ દિશાએ અતિ પ્રસન્ન થઈ જાય છે, સુગંધી તથા શીતલ પવન મંદ મંદ ગતિએ વાયા કરે છે. પૃથ્વી ઉપરની ધૂળ સર્વત્ર શમી જાય છે અર્થાત્ કયાંય ધૂળ ઉડતી માલમ પડતી નથી. સમુદ્રની લહેરો શીતલ તથા સુગંધી થાય છે. હર્ષને લીધે પૃથ્વી ચાર આંગળ ઉછળે છે.
શ્રી તીર્થંકરની માતાનુ સૂતિક્રમ છપન્ન દિકુમા રિકાએ કરે છે તથા શ્રી તીર્થંકરાના જન્માભિષેક મહોત્સવ ચાસઠ ઈન્દ્રો પેાતાના પરિવાર સહિત આવીને મેરુપર્યંત ઉપર કરે છે. તીકરાના જન્મ વખતે ક્ષણવાર આખું જગત આનંદમય બની જાય છે તે આ પ્રમાણે
દેવતાઓનુ, અસુરનુ', મનુષ્યાનુ તથા પશુપક્ષિઓનું પરસ્પર બૈર નાશ પામે છે. લેાકાની આધિ-વ્યાધિ શાંત થાય છે. લેાકામાં ક્ષુદ્ર ઉપદ્રા થતા નથી. શાકિની વગેરે કાઈના પણ પરાભવ કરી શકતી નથી. દુષ્ટ મા તથા તંત્ર પ્રભાવ વિનાનાં થઈ જાય છે. સ લેાકેાના સૂર્ય આદિ ગ્રહો શાન્તભાવને પ્રાપ્ત થાય છે— અર્થાત્ ટાકાને શાંત કરે છે. ભૂત-પ્રેતાદિક વગેરેના ઉપદ્મવા ઉપ શાંત થાય છે. સર્વ લેાકેાનાં મન પરસ્પર પ્રીતિવાળાં થાય છે. પૃથ્વીમાં દૂધ, ઘી, તેલ, શેરડીના રસ ઇત્યાદિક રસની વૃદ્ધિ થાય છે. સર્વ વનસ્પતિઓને લ, પુષ્પ તથા નવાં કામળ પાંદડાઓની સમૃદ્ધિ થાય છે. માટી માટી
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૫
ગણાતી પ્રત્યેક ઔષધિઓના પ્રભાવમાં અત્યંત વૃદ્ધિ થાય છે. રત્ન, સુવર્ણ, રૂપું આદિ ધાતુઓની ખાણેમાં તે તે ધાતુઓની ઘણી જ અધિક ઉત્પત્તિ થાય છે. સમુદ્રમાં ભરતી અધિક આવે છે. પણ અત્યંત સ્વાદિષ્ટ અને શીતલ થાય છે, સર્વ પુપે અતિ સુગંધી થાય છે. પૃથ્વીની અંદર રહેલાં રત્નસુવર્ણાદિકનાં નિધાને પૃથ્વી ઉપર ચડી આવે છે.
શ્રી તીર્થકરોના જન્મ સમયે વિદ્યા અને મંત્ર સાધનારા પુરુષને વિદ્યાસિદ્ધિ તથા મંત્રસિદ્ધિ સુલભ થાય છે. લોકોના હૃદયમાં સદબુદ્ધિ ઉત્પન્ન થાય છે પ્રાણીએનાં મન દયાથી કોમળ બને છે. લેકના મુખમાંથી અસત્ય વચન નીકળતાં નથી. પારકું દ્રવ્ય હરણ કરવાની મતિ થતી નથી. કુશીલ જનને અભાવ થાય છે. ધ વડે અન્ય જનને પરાભવ કઈ કરતું નથી. માન વડે કઈ વિનયનું ઉલ્લંઘન કરતું નથી. કપટબુદ્ધિથી બીજાને છેતર વાની કોઈને બુદ્ધિ થતી નથી. લોભ વડે લેકે ન્યાયનું ઉલંઘન કરતા નથી. લોકોનાં મનમાં સંકલવિકલપજનિત સંતાપ હોતે નથી. પરને પીડા થાય એવી વાણી લોકો બોલતા નથી. પોતાની કાયાથી કોઈ અશુભ પ્રવૃત્તિ કરતું નથી. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી તીર્થકર ભગવંતેના જન્મ સમયે ક્ષણવાર લોકો એટલા બધા આનંદમય બની જાય છે કે તેમને તે વખતે કઈપણું પ્રકારના જૂર કાર્ય કરવાની, અસત્ય બોલવાની, ચેરી કરવાની, સદા
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ચારનું ઉલ્લંઘન કરવાની, લેમ કરવાની, માન કરવાની, કેઈને વંચના કરવાની કે ન્યાયવૃત્તિનું ઉલ્લંઘન કરવાની કે મન-વચન-કાયાથી કોઈપણ પ્રકારનાં પાપકર્મ કરકરવાની વૃત્તિ જ થતી નથી. પાપ કરવાને ભાવ જ પ્રગટતે નથી આખું જગત તે વખતે ક્ષણવાર આંતરિક દોષોના અભાવવાળું બની જાય છે.
શ્રી તીર્થંકરના જન્મ સમયે લોકો સારાં સારાં કૃત્ય કરીને મનશુદ્ધિવાળા થાય છે. લોકોનાં ઈચ્છિત કાયાની સિદ્ધિ થાય છે. પારકાના ગુણગ્રહણ કરવાની વૃત્તિમાં અભિવૃદ્ધિ થાય છે, શ્રી તીર્થકરોના જન્મ સમયે લેકે પિતપોતાને ઘેર મહોત્સવ કરે છે, માંગલિક ગીતે ગાય છે અને લોકો પરસ્પર વધામણ-ભેંટણાદિ કરે છે.
- શ્રી તીર્થકરના જન્મ વખતે સ્વર્ગવાસી અને પાતાલવાસી દેવે પ્રમુદિત થાય છે અને તેઓ શાશ્વત ચોને વિષે ભક્તિ મહોત્સવ કરે છે. દેવાંગનાઓ ધાવ માતાનું કામ કરે છે અને ભગવંતને નવાં નવાં વસ્ત્રાભરણથી શોભાવે છે, અનેક પ્રકારની આનંદ-પ્રમોદ પમાડનારી કીડાઓ પ્રભુને કરાવે છે. ભગવંતના દેહની પુષ્ટિ માટે ભગવંતના જમણા હાથના અંગુઠામાં દેવેન્દ્ર અમૃતનો સંચાર કરે છે. બાલ્યાવસ્થામાં પણ તીર્થકર ભગવંતે શ્રેષ્ઠ પ્રકારના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી સહિત હોય છે. અપરિમિત બલ અને પરાક્રમવાળા હોય છે અને તેથી દેવતાઓ, અસુરે અને મનુષ્યોથી તેઓ ક્ષોભ પામતા
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૧૭
નથી—ડરતા નથી. બીજા માળકા કરતાં તેઓ અત્યંત ઉત્તમ સ્વભાવવાળા હાય છે. ત્રણે લેાકની રક્ષા કરવાને અપરિમિત શક્તિવાળા હાય છે. અધ્યયન કર્યા વિના જ વિદ્વાન હૈાય છે. શિખ્યા વિના જ સર્વ કલાએામાં કુશળ હાય છે, અલકાર વિના જ સવ અંગેાથી ઉત્તમ સૌભાગ્યવાળા હાય છે. માલકપણામાં વાણી અવ્યક્ત હોવા છતાં તેમની ખેાલચાલ દેવતાએ, મનુષ્યા અને અસુરાને આનંદ પમાડનારી હાય છે.
ખાલસ્વભાવજન્ય ચપળતા-ચ'ચળતા તેમનામાં હતી નથી. પેાતાને તથા અન્ય કાઇને ઉપતાપ-સફ્લેશ ન થાય એવા સ્વભાવવાળા હોય છે, તેમની તમામ ચેષ્ટાઓ લેાલુપતા વિનાની હોય છે. સર્વ જ્ઞેય વસ્તુનું તેમને જ્ઞાન હાવાથી તેઓ અલ્પ ઇચ્છાવાળા હોય છે.
તીર્થં કરાતુ શરીર જન્મથી જ રાગ, પરસેવા અને મેલ વગેરેથી રહિત હૈાય છે. તાજા' વિકસિત ક્રમળની માફક તેમના દેહ તથા તેમનું મુખ અત્ય'ત સુગ'ધી હાય છે. ગાયના દુધની ધારા જેવા શ્વેત રૂધિર અને આમિષ વાળા તેએ હોય છે. તેએાના આહાર-નિહાર ચમચક્ષુ· વાળાને અગેાચર હાય છે અર્થાત્ ચ ચક્ષુવાળા તેમના આહાર-નિહાર જોઇ શકતા નથી. ઉપરના ચાર અતિશય તીર્થંકરાને જન્મથી જ સહજ-સ્વાભાવિક સિદ્ધ હોય છે,
ત્યારપછી યૌવનકાળે તે અનુપમ રૂપ અને સૌભાગ્યથી ઉત્પન્ન થઇ છે પવિત્રતા જેને એવા તેમના
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૮ શરીરને વિષે એવી કોઈ અદ્દભુત શોભા થાય છે કે જે શોભા દેવેન્દ્રો, અસુરેન્દ્રો અને ચક્રવર્તિઓના અંતઃકરણમાં પણ અત્યંત ચમત્કાર અને ક્ષોભ ઉત્પન્ન કરે છે. કહ્યું છે કે
સરવણ ન કરવું. અનુપમાં વિવિજ્ઞાન जिणपायंगुट्ठ पइ, न सोहए तं जहिंगालो ॥ १ ॥
ભાવાર્થ– સર્વ દેવતાએ ભેગા મળીને પિતાનું તમામ રૂપ માત્ર એક અંગુઠા જેટલા પ્રમાણમાં એકત્રિત કરે અને તે રૂ૫ ભગવંતના અંગુઠાના રૂપની આગળ મૂકવામાં આવે તે તે કોલસા જેવું લાગે. અંગારાની જેમ નિસ્તેજ લાગે. અર્થાત કોલસાની જેમ શોભતું નથી. વલી પણ કહ્યું છે કે –
संघयणरूवसंठाण वणगइसत्तसारऊसासा । एमाइणुत्तराई', हवंति नामोदया तस्स ॥ २ ॥
અર્થ– શ્રી તીર્થકર ભગવતેના સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગમન-ચાલવાની પદ્ધતિ, સત્વ, બળ અને શ્વાસે શ્વાસ એ બધાં જ વિશિષ્ટ પ્રકારના નામકર્મના-શ્રી તીર્થકર નામકર્મના ઉદયથી જગતમાં સર્વોત્તમ હોય છે.
ખરેખર તીર્થકરોનું રૂપ અને સૌભાગ્યાદિ તથા એક હજાર ને આઠ બાહ્ય લક્ષણોથી યુક્ત તેમનું શરીર અદ્દભુત લીલાના અતિશયવાળું હોય છે કે જે અતિશયની, સ્વર્ગલોકમાં દેવ-દેવીઓ, પાતાલલોકમાં પાતાલવાસી દેવ-દેવીઓ અને મનુષ્ય લેકમાં નર-નારીઓ સ્તુતિ કરે છે, ગુણગાન કરે છે અને ધ્યાન કરે છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
કરવાપણું નિર્માપણું : ત્રણ
શ્રી તી
વધારે કહેવાથી શું ? ખરેખર ! તેમના જેવું રૂપ, સૌભાગ્ય, લાવણ્ય, ગમન, વિલન, વચન, દર્શન, સ્પર્શન, શ્રવણ, ઔદાર્ય, ગાંભીર્ય, વૈર્ય, મર્યાદા સહિતપણું, આર્યપણું, દયાલુપણું, અનુદ્ધતપણું, નમ્રપણું, સદાચરણ, મનઃ સત્યપણું, વચન સત્યપણું, કાયક્રિયાસત્યપણું, સર્વજનેનું હિત કરવાપણું, પ્રભુત્વ, પ્રશાન્તપણું, જિતેન્દ્રિયપણું, ગુણિપણું, ગુણાનુરાગિપણું, નિર્ભયપણું, સમપણું, રમ્યપણું, સર્વાભિમુખ પણું, નિર્ભયપણું, નિર્દોષપણું વગેરે ત્રણે જગતમાં બીજા કેઈમાં હેતુ નથી અને તેથીજ ત્રણ ભુવનમાં અતિશય અલૌકિક અને સૌથી શ્રેષ્ઠ ગુણના સમૂહના કારણે શ્રી તીર્થંકર ભગવંતે મહાન છે, સર્વત્ર મહાન પ્રતિષ્ઠાને પામેલા છે. તેઓ સર્વત્ર વિવેકપૂર્વક કરણય વિવિધ કાર્યોને કરે છે. અને સર્વત્ર ઔચિત્યપૂર્ણ આચરણ કરવામાં અત્યંત ચતુર હોય છે. આત્મામાં મદ આદિ વિકારોને ઉત્પન્ન કરનારા સર્વોત્તમ જાતિ, કુલ રૂપ, બલ, પ્રભુતા, સંપનિ વગેરે વિદ્યમાન હોવા છતાં પણ તેઓ સર્વત્ર વિકાર વિનાના હોય છે. વિષય જનિત સુખ અનંત દુ:ખનું કારણ છે અને અસ્થિર છે એમ તેઓ બરાબર જાણતા હોય છે છતાં પૂર્વના ભમાં ઉપાર્જિત કરેલ તેવા પ્રકારના ભેગફળને આપનારા કર્મોના પ્રભાવથી તેઓ વિપુલ સામ્રાજ્યલકમીને ભોગવે છે, પરંતુ વાસ્તવિક રીતે તે તે વખતે પણ તેઓ પરિણામે રસ વિનાના એ ભેગોથી વિમુખ જ હોય છે અને ઉપમાનીત વૈરાગ્યરંગમાંજ મગ્ન હે ય છે. કહ્યું છે કે
यदा मरुन्नरेन्द्र श्री-स्त्वया नाथोपभुज्यते । यत्र तत्र रतिर्नाम, विरक्तस्वं तदापि ते ॥ १ ।।
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૦
અથ આપ જ્યારે ધ્રુવેન્દ્ર અને નરેન્દ્રાની સ'પદાઆને ભાગવતા ડેા છે ત્યારે પણ હે નાથ ! અંદરથી તે આપ વિરક્ત જ હા છે! તે વખતે પણ આપના આત્મા તા વૈરાગ્યવાસિત જ હાય છે.
સમગ્ર વિશ્વમાં એવી કોઈપણ રમણીય ભાગસંપત્તિ નથી કે જે તેમના મનમાં રાગ ઉત્પન્ન કરી શકે. કારણ કે તેઓ નિર્મળ જ્ઞાનખળથી એમ જાણતા જ હાય છે કે સ'સારમાં વાસ્તવિક રીતે એવી કાઇ પણ સારભૂત વસ્તુ છે જ નહિ અને તેથી તેમના મનને સાંસારિક કાઇપણ પદાથ આકર્ષી શકતા નથી. સાંસારિક કાઇપણ પદાર્થાંમાં તેમનું મન લીન થતુ નથી.
તીર્થંકરાની અ ંતરંગ આવી વિરક્તિ હાવા છતાં પશુ તે વિધિપૂર્વક ધમ, અથ અને કામરૂપ ત્રણે પુરુષાર્થી સિદ્ધ કરે છે અને જ્યારે ચાથા માક્ષ પુરુષાર્થ સાધનાના અર્થાત દીક્ષા ગ્રહણ કરવાના સમય થાય છે, ત્યારે તે અવસરને પણ પાતે પાતાની મેળે જ જ્ઞાનબથી જાણતાં જ હોવા છતાં પણ લેાકમાં પ્રભાત સમયે, રાજાને જેમ નિયુક્ત પુરુષ શંખ, ભેરી વગેરે વાજીંત્રના મધુર સ ́ગીતથી જાગૃત કરે છે, તેમ પાંચમા દેવલેકમાં વસનારા લેાકાંતિક દેવાના એવા કલ્પ-આચાર હેાવાથી તેએ દેવલેાકમાંથી ભગવતની પાસે આવીને ભગવ ́તને પશુ જય જય આદિ શબ્દથી દીક્ષા સમયને ખ્યાલ આપે છે.
6:
ત્યારપછી ગામામાં,પુરામાં અને નગરામાં પહ
""
Page #158
--------------------------------------------------------------------------
________________
કા
વગડાવીને “વરવરિકા”ની ઉોષણા કરાવવામાં આવે છે. “ વરવરિકા ” એટલે જેને જે જોઈએ તે માગી લેવાની જાહેરાત. અને તે પછી દરરેજ સેનું, ચાંદી, રત્ન, માણિક, વસ્ત્ર, આભરણ, હાથી, ઘોડાઓ વગેરે જેને જે જોઈએ તે વસ્તુઓ આપીને એક વર્ષ સુધી પ્રતિદિન ભગવાન સાંવત્સરિક મહાદાન આપે છે. આ સાંવત્સરિક દાન આપતી વખતે ભગવાનની બધા લોકો ઉપર એક સરખી કૃપા હોય છે. એ રીતે સાંવત્સરિક દાન દ્વારા સમગ્ર પૃથ્વીને ઋણ રહિત કરવામાં આવે છે અને તે વખતે ભગવંતના યશ અને ભગવંતની કીર્તિને દશે દિશાઓમાં કે વાગે છે.
( ત્યારપછી ભગવંતના દીક્ષા સમયને ચોસઠે ઈન્દ્રો અવધિજ્ઞાનથી જાણે છે અને તેઓ બધા પિતપોતાના પરિવાર સાથે ભગવંતની પાસે આવે છે અને તેઓ સર્વ સમૃદ્ધિ વડે અને સર્વ પ્રકારે ઉત્કૃષ્ટ રીતે પ્રભુની દીક્ષાને અષ્ટાક્ષિક મહોત્સવ કરે છે. ત્યારપછી ભગવાન પિતાના હાથે પંચમુખિ લેચ કરી સિદ્ધભગવતેને નમસ્કાર કરી સવયં દીક્ષા ગ્રહણ કરે છે. પૂર્વ જન્મમાં પાળેલા ચારિત્રના અભ્યાસથી અને જન્મથી જ જ્ઞાન સહિત હોવાથી ભગવાન પિતાની મેળે જ સર્વ શિક્ષાઓના રહસ્યને જાણતા હોય છે. તેઓનું ચિત્ત માત્ર એક્ષમાંજ બંધાયેલું હોય છે. પિતાને શું શું ઉચિત આચરણ કરવાનું છે તે બધું તેઓ જાણે છે. તેઓ પૃથ્વીતલ ઉપર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવવડે અપ્રતિબદ્ધકોઈ ઠેકાણે બંધાયા વિના સર્વત્ર અનાસક્તભાવે વિચરે
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩ર
છે અને સાધનાકાળમાં તેમને જે કોઈ પરિષહ અને ઉપસર્ગો ઉત્પન્ન થાય છે, તેને સમ્યફ પ્રકારે સહન કરે છે. કહ્યું છે કે
रागहोंसकसाए, इंदियाणि य पंचवि ।। परिसहे उवसग्गे नामयंता नमोऽरिहा ॥ १ ॥
અર્થ-રાગ, દ્વેષ, કષાય, પાંચ ઈન્દ્રિ, પરિષહા અને ઉપસર્ગોને નમાવનારા એવા અરિહંતને નમશકાર થાઓ !
આ રીતે તેઓ સમસ્ત બાહ્યા અને અત્યંતર પરિ ગ્રહનો ત્યાગ કરે છે અને તેથી તેઓ નિગ્રંથ કહેવાય છે.
તેઓ સર્વ જી પ્રત્યે અહિંસાદિ ધર્મનું આચરણ કરે છે અને મૈત્રી, પ્રમોદ કરૂણા અને મધ્યસ્થ ભાવનાઓથી તેઓ ધર્મધ્યાનને સ્થિર કરે છે અને ત્યારપછી ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ આદિના આલંબનેથી શુકલધ્યાન ઉપર આરૂઢ થાય છે, ત્યારપછી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ ચાર ઘાતિકર્મોને ક્ષય કરે છે અને તેથી સર્વદ્રા અને તેઓના સર્વ પદ્યાને સાક્ષાત્કાર કરતું કેવળજ્ઞાન અને કેવળદર્શન તેમને ઉત્પન્ન થાય છે.
કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ તે ભગવંતેને તીર્થકર નામ કર્મની પ્રકૃતિનો ઉદય થાય છે. અહીં ગ્રંથકર્તા વિવેકી શ્રોતાજનેને કહે છે કે-હે ભાગ્યશાળીઓ ! શ્રી તીર્થકરોની તીર્થકર નામ પ્રકૃતિને મહિમા સાવધાન થઈને સાંભળો તેને એવો મહિમા છે કે જ્યાં જ્યાં તે ભગવંતે ધર્મદેશના આપે છે. ત્યાંની જનપ્રમાણ ભૂમિનું વાયુકુમાર દેવે
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રમાર્જન કરે છે. જગ્યાને સાફસુફ કરે છે. મેઘકુમાર દે સુગંધિ જલથી સિંચન કરે છે. ઋતુકુમાર દેવે સુગંધયુક્ત પાંચ વર્ણવાળાં પુપોની વૃષ્ટિ કરે છે, વ્યંતર દેવતાઓ મણિઓ, રત્ન અને સુવર્ણથી જડિત એક એજન પ્રમાણ પીઠબંધ કરે છે. તે પીઠબંધ ઉપર વૈમાનિક દેવતાઓ મણિમય કાંગારાએથી યુક્ત રત્નમય ચાર દ્વારદરવાજા યુક્ત પ્રથમ ગઢ બનાવે છે. તે ચાર દરવાજા પતાકાઓ, તેરણ ધજાઓ અને પુતળીઓથી સુશોભિત હોય છે.
તે પહેલા ગઢને ફરતે રત્નમય કાંગરાવાળ, ચાર દરવાજાથી યુક્ત સોનાનો બીજો ગઢ તિષી દેવતાઓ બનાવે છે.
તે બીજા ગઢને ફરતે સેનાના કાંગરાથી સુશોભિત, ચાર દરવાજા યુક્ત ભવનપતિ દેવતાઓ ત્રીજે રૂપાનો (સૌથી બહારને) ગઢ બનાવે છે. શ્રી તીર્થકરોના પવિત્ર પુણ્યપ્રભાવથી ચૈત્યવૃક્ષ, રત્નમયપીઠ, દેવછંદ, સિંહાસન વગેરે બીજી રચનાઓ પણ કલ્યાણ ભક્તિને ધારણ કરનાર દેવતાઓ કરે છે.
ત્યારપછી તીર્થકર ભગવતે જ્યારે ચાલવાના હોય છે, ત્યારે દેવોએ પ્રભુના પગ નીચે અનુક્રમે મૂકેલા નવ સેનાનાં કમલે ઉપર પગ મૂકતા મૂકતા પ્રભુ ચાલે છે અને તેઓ ભવનપતિ, વ્યંતર, તિષી અને વૈમાનિક એમ ચારે નિકાયના દેવેન્દ્રોથી પરિવરેલા સમવસરણમાં પધારે છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ત્યાં તીથી પ્રણામ કરે છે અને સિંહાસન ઉપર પ્રભુ પૂર્વાભિમુખ ખિરાજમાન થાય છે. તે વખતે ભગવાનના સર્વાભિમુખ્યત્વે નામના અતિયશના પ્રભાવથી દેવતાએ બીજી ત્રણ દિશાઓમાં ભગવ'તના ત્રણ રૂપની રચનાઓ કરે છે. તે વખતે ખરે પદા પોતપેાતાના સ્થાને બેસી જાય છે અને ભગવ'તાજનગામિની, સર્વીસ દેહનાશિની, સર્વે પ્રાણીએ પેાતપાતાની ભાષામાં સમજી શકે તેવી અને મેાક્ષમાને પ્રકાશનારી ધમદેશના આપે છે.
ત્યારપછી જગતના ગુરુ, જગતના નાથ, જગતના તારક, અનતગુણાના કારણે સર્વોત્તમ, અન'ત શકિતવાળા, અન તમહિમાવાળા, ચાત્રીશ અતિશયેથી સયુકત, આઠ મહાપ્રાતિહાય થી શેાભતા, વાણીના પાંત્રીશગુ@ાવડે દેવાના, અસુરાના, મનુષ્યેાના મને તિય ́ચેના સમૂહને માનતિ કરતા, ત્રણ ભુવનને ગુણેાવડે પુષ્ટ કરતા, અઢાર દોષાથી રહિત અને જઘન્યથી ચારે નિકાયના એક કરોડ દેવાથી ચુક્ત, આવા ભગવંતે પોતે સથા કુંતા હૈાવા છતાં પણ પરોપકાર માટે આ પૃથ્વી ઉપર વિહાર કરે છે.-વિચરે છે. કહ્યું છે કે—
चउतीस अइसयजुआ, अट्टमहापाडिहेरकयसोहा | तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेण ॥ १ ॥
અ`:-ચાત્રીશ અતિશયથી યુક્ત, આઠ મહાપ્રાતિહાય ની શાભાવાળા અને માહ વિનાના એવા તીર્થંકરનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવું જોઇએ.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૫
चउरो जम्मप्पभिई, इक्कारस कम्मसंखए जाए । इगुणीसं देवकए, चउतीसं अइसया हुंति ॥ २ ॥
અર્થ -ભગવંતને ચાર અતિશય જન્મથી હેય છે. અગ્યાર અતિશય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે અને ઓગણીશ અતિશય દેવતાઓએ કરેલા હોય છે. એ રીતે ભગવાનને ચેત્રીશ અતિશય હોય છે.
अशोकारव्यं वृक्षं सुरविरचितं पुष्पनिकरं, ध्वनि दिव्यं श्रव्यं रुचिरचमरावासनवरम् । वपुर्भासंभारं समुधरवं दुन्दुभिमयं, प्रभोः प्रेक्ष्यच्छत्रत्रयमधिमनः कस्य न मुदः १ ॥३॥
અર્થ-અશોકવૃક્ષ, દેવડે કરાયેલે પુષ્પને સમૂહ, સાંભળ ગમે તે દિવ્યવનિનાદ, ચામરયુગલ, દુંદુભિને મધુરનાદ અને ત્રણ છત્ર, એ રીતે ભગવંતના આઠ મહાપ્રાતિહાય કોના મનના આનંદ માટે ન થાય ? અર્થાત્ પ્રભુની પ્રાતિહાર્યની શોભા સર્વના આનંદ માટે થાય એ સ્વાભાવિક છે.
चउतीस अइसयजुआ, अठुमहापाडिहेरकयसोहा । वाणी पणतीसगुणा, अट्ठादसदोसरहिया य ॥ ४ ॥ जे एआरिसा देवा, निजि अरिउरागदोसमोहा य । देवाहिदेवनाम, तेसि चिय छज्जए भुवणे ॥ ५ ।।
અર્થ-વીશ અતિશયોથી સહિત, આઠ મહા પ્રાતિહાર્યથી શોભતા, પાંત્રીસ ગુણવાળી વાણીવાલા, અઢાર દેષથી
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૬
રહિત અને રાગદ્વેષ તથા મોહરૂપ મેટા શત્રુઓ પર વિજય કરનારા આવા જે દેવ હોય તેઓને જ જગતમાં દેવાધિદેવ એવું નામ છાજે છે. એવાઓને જ દેવાધિદેવનું બિરૂદ શોભે છે.
એ પ્રમાણે ગુણોના સમૂહથી મહાન્ ત્રણે લોકમાં મહાન પ્રતિષ્ઠાને પામેલા, સર્વ દેવતાઓ, અસુરો અને મનુષ્યમાં સૌથી શ્રેષ્ઠ સૌથી ઉત્તમ એવા ભગવંત પૃથ્વીતલ ઉપર વિચરીને કુમતરૂપી અંધકારને નાશ કરે છે અને સત્યપંથરૂપી પ્રકાશને પાથરે છે. તેઓ અનાદિ અને પ્રબલ એવા મિથ્યાત્વને નાશ કરે છે, જિનશાસનની મહાન ઉન્નતિ કરે છે, જાણવા લાયક પદાર્થોને યથાર્થ રૂપમાં જણાવે છે. અનેક ભવ્ય જીવોને પ્રતિબંધ કરીને ભવભ્રમણના પ્રબલ કારણરૂપ તેમના કુબે-અજ્ઞાનને નાશ કરે છે.
ત્યાર પછી આયુષ્ય કર્મના અંતે શુકલધ્યાન વડે ભવેપગ્રાહી ચાર અઘાતિ કર્મને ક્ષય કરીને એક જ સમયની ઋજુશ્રેણિવડે લેકના અગ્રભાગ ક્ષેત્રરૂપ મોક્ષમાં જાય છે, તેઓ લોકારથી ઉપર જતા નથી કારણ કે અલોકમાં જવા માટે ઉપગ્રહને અભાવ છે, તેઓ નીચે પણ આવતા નથી કારણે નીચે આવવા માટે જે ભારેપણું જોઈએ તે તેમનામાં નથી, યોગ-પ્રગનો અભાવ હોવાથી તેઓ તિર્થી પણ જતા નથી પણ સદાકાળ લોકના અગ્રભાગે સિદ્ધશિલા ઉપર બિરાજી રહ્યા હોય છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૭
यदेवमनुजाः सर्वे सौख्यमिन्द्रियसंभवम् । निर्विशन्ति निगबाधं, सर्वार्थप्रीणनक्षमम् ॥ १ ॥ सर्वेणातीतकालेन, यच्चभुक्तं महर्द्धिकैः । भाविनो यच्च भोक्ष्यन्ति, स्वादिष्टं स्वान्तरञ्जकम् ॥ २ ॥ अनन्तगुणितं तस्मा,-दत्यन्त स्वम्वभावजम् । एकस्मिन् समये सौख्यं, तद् भुञ्जते निरञ्जनम् ।। ३ ।। अनन्तज्ञानदर्शन शक्तिसौख्यमयास्ततः । त्रैलोक्यतिलकीभूता,-स्तत्र तिष्ठन्ति सर्वदा ॥ ४ ॥
ભાવાર્થ-ચાર નિકાયના સર્વ દે અને સર્વ મનુષ્ય ઈન્દ્રિયોના વિષયથી પ્રાપ્ત થતું, કોઈપણ પ્રકારની બાધા-અંતરાય વિનાનું, સર્વ ઈન્દ્રિયોને પ્રીતિ ઉત્પન્ન કરે એવું, જે સુખ વતી માનમાં ભોગવે છે, તથા મહર્તિક દેએ ભૂતકાળમાં જે સુખ ભગવ્યું છે અને ભવિષ્યમાં જે સુખ ભોગવશે તેને અનંત ગુણું કરવામાં આવે તે પણ તે સુખ નિરંજન-સિદ્ધ ભગવાનના એક સમયના સ્વાભાવિક અને અતીન્દ્રિય સુખની તુલનામાં ન આવે-સર્વ જીવોના સર્વકાલીન સર્વ સંસારજનિત સર્વ સુખે કરતાં સિદ્ધ ભગવંતનું એક સમયનું સુખ અનંતગુણું વધારે હોય છે. તે સિદ્ધ ભગવાન અનંતદર્શન અનંતજ્ઞાન, અનંત શક્તિ-સામર્થ્ય અને સદાકાળ અનંત સુખમાં તલ્લીન હોય છે. લેકના તિલક સમાન નિર્વાણ બાદ તેઓ સદા લોકના અંતે સિદ્ધશીલા ઉપર બિરાજી રહ્યા હોય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૮ જે વખતે તીર્થકર ભગવાન નિર્વાણ પામે છે તે જ વખતે અવધિજ્ઞાનથી ભગવાનના નિર્વાણને જાણીને પરિવાર સહિત ચાસઠ ઈન્દ્રો નિર્વાણભૂમિમાં આવે છે. ગોશીર્ષ ચંદન વગેરે સુગંધિ પદાર્થોથી ભગવંતના દેહને અંતિમ સંસ્કાર કરે છે અને તમામ શાશ્વત ચેત્યોમાં અષ્ટાલિકા મહોત્સવ કરે છે.
આ રીતે શ્રી તીર્થકર ભગવતેનું અનાદિ સંસારમાં પરિભ્રમણ, તેઓનું વન, તેઓને જન્મ, તેઓને ગ્રહવાસ, તેઓની દીક્ષા, તેઓનું કેવળજ્ઞાન તેઓને નિર્વાણ-મક્ષ વગેરે બધું જ ખરેખર અલૌકિક હોય છે. અને તેથી જ શ્રી તીર્થકર ભગવંતે સંસારના બીજા સર્વ જીવોથી સર્વ પ્રકારે ઉત્તરમ હેય છે.
उत्तमोत्तमतया तया तया, विश्वविश्वसुखदायिनो जिनाः । अक्षयाखिलसुखादिमेदुराः प्रापुरव्ययं पदं महोदया ॥१॥
ભાવાર્થ-શ્રી તીર્થકર ભગવંતે કે જેઓ મહાન ઉદયવાળા છે, કદિપણ ક્ષય ન માગે તેવા અક્ષય અને સંપૂર્ણ સુખ આદિમાં મગ્ન થયેલા છે. પોતે અવ્યય-મોક્ષપદને પ્રાપ્ત થયેલા છે અને ઉપર જણાવવામાં આવ્યું છે તેમ તે ભગવતે પિતાની છે તે પ્રકારની ઉત્તમોત્તમતા વડે વિશ્વને સર્વ પ્રકારે સર્વ સુખ આપનાર છે.
| ઝિન જયતુ સર્વત્ર |
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્મા ( ભવઅટવીમાં સાર્થવાહ )
શ્રી અરિહંત પરમાત્માને આ વિશ્વ ઉપર મહાન ઉપકાર છે. તે ઉપકારને સમજવા માટે ભવાટવીનું સ્વરૂપ સમજવું જરૂરી છે.
આ સંસાર એક ભયંકર અટવી છે. અટવીમાં જેમ સીધા અને વાંકા માર્ગો હોય છે, સિંહ, વાઘ આદિ હિંસક પશુ
ને ભય હોય છે, વતી તેમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે, એ વૃક્ષની વિવિધ છાયા, પત્રો, પુપ અને ફળે હોય છે, તથા અટવીમાં જેમ ખાડા-ટેકરા અને ચોર લૂંટારૂઓના ઉપદ્ર હોય છે, તેમાં ફસાવનારા ધાડપાડુઓ હોય છે
* મહા ગોપ મહામાહણ કહીએ, નિર્ધામક સથ્થવાહ; ઉપમા એહવી જેહને છાજે, તે જિન નમીએ ઉછાંહ રે. ભવિકા
શ્રી અરિહંત પરમાત્માને શાસ્ત્રમાં મહાગોપની, મહામાહણની, મહાનિર્ધામકની તથા મહાસાર્થવાહની ઉપમા આપવામાં આવી છે તેમાંથી અહીં ભવ અટવીમાં શ્રી અરિહંત પરમાત્માનું કેવી રીતે સાથવાહપણું ઘટે છે, તે વિગત સમજાવવામાં આવી છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૦
અને પાર ઉતારનારા દયાળુ સાથેવા પણ હોય છે, તેમ સંસાર અટવીમાં પણ આ બધું હોય છે.
એ બેનું સપષ્ટ સ્વરૂપ સમજાવવા માટે અનુભવી પુરુષોએ ઉપનય-ભાવાર્થ સહિત દ્રવ્ય અટવી અને ભાવ અટવીનું વિવિધ પ્રકારનું વર્ણન શાસ્ત્રોમાં અનેક સ્થળે કર્યું છે.
ભાવ અટવીનું ચોકકસ સવરૂપ સમજવા માટે પ્રથમ શાસ્ત્રોમાં દ્રવ્ય અટવીનું વર્ણન નીચે પ્રમાણે બતાવવામાં આવ્યું છે.
વસંતપુર નામનું નગર છે, ત્યાં ધન નામને એક સાર્થવાહ છે, ઈણિતપુર જવા માટે પોતે તૈયાર થયેલ છે. પિતે દયાળુ અને પરોપકાર કરવાના સ્વભાવવાળો હેવાથી બીજાને પણ એ ઈસિતપુરનગરે આવવું હોય તે સાથે લઈ જવા માટે ઉદ્દઘોષણા કરાવે છે સાથે આવનારાઓના સંરક્ષણની અને બીજી પણ જેને જે સામગ્રીની જરૂર હોય તેની જવાબદારી પિતે માથે લઈ લે છે, તેમની ઉદ્દષણું સાંભળી ઇસિતપુર જવાની ઈચ્છાવાળા ઘણા કે ત્યાં એકઠા થાય છે.
ઈણિતપુર જવા માટે વચ્ચે એક ભયંકર અટવી આવે છે. આ અટવીનું ઉલ્લંઘન કરવાના બે રસ્તા છે. એક માર્ગ ટૂકે છે અને બીજે માગ વક-આડા-અવળો હોવાથી લાંબો છે. આ લાંબે માગે છે કે જવાય છે સુખપૂર્વક, પરંતુ ઘણા કાળે પહોંચાય છે-જે કે અંતે તે તે માગ પણ ટૂંકા માર્ગને મળી જ જાય છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
l
જે ટૂંકા માગ છે તે માગ વડે ઇપ્સિતપુર પહેોંચાય છે જલ્દી, પર'તુ કષ્ટથી પહોંચાય છે. તે માર્ગે ચાલવું કઠણ છે, કારણ કે તેમાં વિષમતા-ચડાણ-ઉતરાણ બહુ આવે છે. વતી તે લપસણા છે. ઘેાડી બેદરકારી કરદામાં આવે ત પટકાઈ પડતા વાર ન લાગે, તે માર્ગમાં પ્રવેશ કરતાં જ મહાધાર અને વિકરાળ સિદ્ધ તથા વાઘ મુસાફરના પગને વળગે છે, તે છોડે નહિ ત્યાં સુધી માગમાં આગળ વધી શકાતુ નથી. અટવીના અંત સુધી આ વાઘ અને સિંહ મુસાના પીઠા પકડે છે.
એ માગે વ્રુક્ષા પણ ઘણા આવે છે. તેમાં કેટલાક ઘણાં મનેાહર છે. પરંતુ તેની છાયા વિશ્રાંતિ લેવા લાયક નથી. કારણ કે ઘણા મનેાહર એવાં પણ તે વૃક્ષાની છાયા માણપ્રિયા છે. વળી તે માર્ગમાં કેટલાક વૃક્ષા ખરી ગયેલાં તથા કરમાઇ ગયેલાં પાંદડાવાળાં તેની નીચે થાડીવાર વિશ્રાંતિ કરી હાય તા મરવાના ભય નથી.
હ
એ માગની બંને બાજુએ મનેાહર રૂપવાળા ઘણા પુરુષા છે, તેઓ રસ્તે જનારા મુસાફરોને લેાભ અને લાલચ આપી ખેલાવી રહ્યા છે, પરંતુ તેઓનુ` વચન સાંભળવા લાયક નથી. તેએના મધુર વચનાથી ભાળવાઇ સાના માણસેાથી ક્ષણવાર પણ છૂટા પડયા તા માટે ભય છે કારણ કે એકલાથી તે તે અટવીનુ ઉલ્લુ'ઘન થઈ શકે તેમ નથી.
Page #169
--------------------------------------------------------------------------
________________
કિર
હુરંત અને ઘેર દાવાગ્નિ પણ એ અટવીમાં સળગી રહ્યો હોય છે. અપ્રમત્ત પણે તે દાવાગ્નિ ઓલવવા માટે થોડી પણ બેદરકારી બતાવવામાં આવે, તે તે નિશ્ચિતપણે બાળી નાંખે છે.
વળી દુઃખે ઉલ્લંઘન કરી શકાય એવા ઉંચા ઉંચા પર્વત એ રસ્તામાં આવે છે. સાવધાન બનીને તેને ઓળંગવામાં ન આવે, તે નિયમા મૃત્યુ થાય છે.
તે માર્ગે આગળ ચાલતાં અત્યંત ગૂંચવાયેલી અને ગહન ઘાટી વંશની જાળ આવે છે, તે એકદમ ઉલંઘી જવા લાયક છે. કારણ કે ત્યાં રહેવાથી ઘણા દેશે ઉત્પન્ન થાય છે.
ત્યારબાદ એ માર્ગે આગળ ચાલતાં એક મોટે ખાડો આવે છે, તે ખાડાની બાજુમાં જ મરથ નામને વાચક કાયમને માટે ઉભું રહે છે. કેઈ ત્યાંથી પસાર થાય છે, તેને તે કહે છે કે “ આ ખાડાને થડે પૂરતા જાઓ.” પણ તેનું વચન બિલકુલ સાંભળવા લાયક નથી. કારણ કે તે ખાડો કદી પૂરાતે જ નથી. જેમ જેમ તેને પૂરતા જાઓ, તેમ તેમ તે વધારે ને વધારે મોટો થતો જાય છે, તેને પૂરવાથી તે આજુબાજુના માર્ગોને પણ ભાંગી નાખે છે એ તે વિચિત્ર ખાડે છે. તેને પૂરવાનું મને રથ નામને તે યાચક કહે છે, તે વાત પણ જ્યાં સાંભળવા લાયક નથી, ત્યાં, વળી તે પૂરવા માટે તે રેકવાનું હોય જ શાનું ?
Page #170
--------------------------------------------------------------------------
________________
૩
એ જ રીતિએ તે અટવીમાં ચક્ષુ આદિ ઇન્દ્રિયાને અત્યંત સુખદાયક દિવ્ય કિંપાક નામના ફળે છે. તે ફળા જોવાલાયક પણ નથી અને ખાવાલાયક નથી.
વળી ત્યાં તે અટવીમાં વસનારા આવીશ મહા વિકરાળ પિશાચા પ્રતિક્ષણ ત્યાંથી પસાર થતા મુસાકોને ત્રાસ આપ્યા કરે છે, પર`તુ તે ત્રાસ ગણકારવા લાયક નથી. વળી આ ટૂંકા માર્ગે ચાલતાં આહાર-પાણી આ અત્યંત વિરસ અને દુર્લભ હાય છે, એ કારણે રસ્તે ચાલતાં પ્રયાસ કદી અટકાવવા ચેગ્ય નથી. નિરંતર ગમન ચાલુ રાખવામાં ન આવે, તા ઇપ્સિતસ્થાને કદી પણ પહેાંચી શકાય તેમ નથી. રાત્રિએ પણ માત્ર બે પ્રહરથી અધિક નિદ્રા નહિ લેતાં, બાકીના બે પ્રહર પ્રયાણ ચાલુ રાખવું એ જ ઈષ્ટ છે.
આ પ્રમાણે અપ્રમત્તપણે ચાલવામાં આવે તે, તુરત જ અટવીનું ધ્રુઘન થઈ જાય તેમ છે. અટવીનુ ઉલ્લઘન થઈ ગયા બાદ એકાંતે દુ་તિથી રહિત એવુ નગર પ્રાપ્ત થાય છે.
ટૂંકા માર્ગના ગુણાનું આ વન સાંભળીને કેટલાક મુસાફરે સાવાહની સાથે જ તે ટૂંકા માર્ગે ચાલ્યા, જ્યારે બીજા કેટલાક લાંમા માર્ગે ચાલ્યા. એ રીતિએ ચાલતાં, સાવાહ અને તેની સાથેના આત્મએ) પ્રશસ્ત દિવસે ઈસિ તપુર પહોંચી ગયા.
Page #171
--------------------------------------------------------------------------
________________
રતે ચાલતાં સાર્થવાહ અને તેમની સાથેના માણસો માર્ગને બને તેટલે સુધારતા જાય છે. વચમાં આવતી શિલાઓ વિગેરેમાં માના ગુણ અને દોષ જણાવનારા અક્ષરો પણ લખે છે, એ અક્ષરો ઉપથી આટલું ચાલ્યા અને આટલું ચાલવાનું બાકી રહ્યું, એની પાછળવાળાઓને ખબર પડે છે,
સાર્થવાહની આજ્ઞા મુજબ સાથે ચાલનારા જેમ શીધ્ર ઇચ્છિત સ્થાને પહોંચી જાય છે, તેમ પાછળ રહેલા પણ જેઓ સાર્થવાહના લખ્યા મુજબના માર્ગે ચાલે છે. તેઓ પણ ઈસિતપુર પહોંચી જાય છે.
જેઓ એ રીતિએ ચાલ્યા પણ નહિ અને ચાલતાં પણ નથી, પરંતુ રસ્તામાં મનહર વૃક્ષની છાયાદિમાં વિશ્રાંતિ લેવા ઉભા રહે છે, તેઓ ઈચ્છિત નગરે પહોંચ્યા પણ નથી અને પહોંચવાના પણ નથી
આ દૃષ્ટાંતરો ઉપનય એ છે કે–
સાર્થવાહની જગ્યાએ શ્રી અરિહંત પરમાત્માને સમજવા,
ઉદ્દઘોષણા એ તેમની ધર્મદેશના છે. મુસાફરના સ્થાને સંસારવત જીવે છે. અટવી એ સંસાર છે. સરળમાર્ગ એ સર્વવિરતિ સાધુમાગે છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૫
લાંબે માર્ગ એ દેશવિરતિ-શ્રમણોપાસક માર્ગ છે. ઈસિતપુર એ મોક્ષ છે. સિંહ અને વાઘના સ્થાને રાગ અને દ્વેષ સમજવા.
મનહર વૃક્ષોની છાયા તુલ્ય સ્ત્રી આદિથી સંસક્ત વસતિઓ-રહેવાના સ્થાને છે.
પરિશાટિત અને શુષ્ક વૃક્ષોના સ્થાને નિર્દોષ વસતિરહેવાના સ્થાને સમજવા.
બે બાજુએ રહી બોલાવનાર પુરુષો પાસસ્થાદિ અકલ્યાણ મિત્રો સમજવા.
સાથેની સાથે ચાલનારા સાWિકે, એ સાધુઓ છે. દવાગ્નિના સ્થાને ક્રોધ છે. પર્વતના સ્થાને માન છે. વંશજાળના સ્થાને માયા છે. ખાડાને સ્થાને લોભ છે. જિંપાકફલ તુલ્ય પાંચ ઈન્દ્રિયેના શબ્દ, રૂપ, રસ, ગધ અને સ્પર્શાદિ પાંચ વિષયે છે.
બાવીશ પિશાચ એ બાવીશ પરિષહે છે. વિરસ અને અલ્પ ભોજન-પાનની જગ્યાએ પ્રાસુક અને એષણીય આહારાદિક છે.
પ્રયાણના સ્થાને નિરંતર ઉદ્યમ છે. રાત્રિએ બે પ્રહર ગમનના સ્થાને સ્વાધ્યાયકરણ છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૬
તથા અંતે ઇપ્સિતપુર પ્રાપ્તિ એ મુક્તિપુરી છે. એ નગરીમાં કઈ પણ પ્રકારના ફ્લેશ છે જ નહિ અને એકલું સુખ, સુખ અને સુખ જ છે.
તે સુખ અનુપમ, અનુત્તર, વિશુદ્ધ, સ્વાધીન, અને અવિનાશી--કઢી પણ ક્ષય ન પામે તેવું છે.
મનુષ્યભવરૂપી નગરથી માંડી મુક્તિનગરીની પ્રાપ્તિ સુધી વચ્ચે આવતા અંતરાયે અને અટવી એટલા મધા વિષમ છે કે સાવાહ વિના કે સાધિકાની સહાય વિના તે સઘળાના પાર પામી શકાય તેમ નથી.
તેથી મુક્તિનગરી પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાએ શ્રી અરિહંત પરમાત્મા અને તેમના શાસનનુ આદરપૂર્વક અહનિ શ શરણુ કરવું' અત્યંત આવશ્યક છે.
તુ' ત્રિભુવન શિરતાજ.
શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવન શરતાજ; આજ હૈ। છાજે ૨ે ઠકુરાઇ, પ્રભુ તુજ પદ્મ તણીછ. દિવ્યધ્વનિ સુરફૂલ, ચામર ક્ષેત્ર અમૂલ આજ હેઃ રાજે રે ભામલ ગાજે દુંદુભિજી. અતિશય સહજના ચાર, કર્મી ખપ્યાથી અગ્યાર; આજ હૈ। કીધા રે એગણીસે સુરગણુ ભાસુરે જી. વાણી ગુણ પાંત્રીસ, પ્રાતિહારજ જગદીશ; આજ હૈ। રાજે રે ત્રાજે છાજે આશું જી. સિ’હાસન અશાક, મેટા માહે લેક, આજ હૈ। સ્વામી ૨ શિવગામી વાચક યશે છુખ્યેાજી,
Page #174
--------------------------------------------------------------------------
________________
દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માના ચેાત્રીસ અતિશયા.
અતિશય એટલે સમસ્ત જગતથી ચઢીયાતી અવસ્થા. લાકમાં ચમત્કાર કરનારી લેાકેાત્તર સ્થિતિ. શ્રી અહિત પરમાત્માએને આવા ચેાત્રીશ અતિશયા હોય છે, તેમાં ચાર અતિશયા જન્મથી હાય છે, અગિયાર અતિશય કમ ક્ષયથી ઉત્પન્ન થાય છે અને એગણીસ અતિશયા દેવકૃત હાય છે. આ ચેાત્રીસ અતિશયાનુ હૃદય ગમ વન કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ “ અભિધાન ચિંતામણિ ”ના દેવાધિદેવ નામના કાંડમાં તથા “ શ્રી વીતરાગ સ્નેાત્ર” તથા “ચાગશાસ્ત્ર” આદિ ગ્રન્થામાં સુરમ્ય કાવ્યેામાં કર્યુ છે. અહી એ ચૈત્રીશ અતિશયે ને પ્રથમ નામમાત્રથી અને પછી તેની થેડી વધુ વિગત જોઇએ. ૪. મૂળ અતિશય.
(૧) અદ્દભુત દેહ (૩) રૂધિર સફેદ અને માંસ સારા વર્ણોદિવાળુ
૧૯. દેવકૃત
(૧) દાઢી મૂછ માથાના વાળ
ન વધવા.
(૨) સુગંધિ શ્વાસ (૪) અદૃશ્ય આહાર-નિહાર.
અતિશય.
(૨) જઘન્યથી ક્રોડ દેવ સાથે હાય.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૮૮
(૩) ચાલતાં સ્વર્ણ કમળ. (૪) કાંટા ઉંધા થાય. (૫) વૃક્ષ નમન. (૬) પંખી પ્રદક્ષિણા દે. (૭) અનુકૂળ પવન. (૮) ઋતુની અનુકૂળતા. (૯) ધર્મચક્ર (૧૦) રત્નમય ધ્વજ. (૧૧) ત્રણ ગઢ સહિત (૧૨) દુનિનાદ.
સમવસરણ (૧૩) અશોક વૃક્ષ. (૧૪) ત્રણ છત્ર. (૧૫) જલવૃષ્ટિ. (૧૬) પુષ્પવૃષ્ટિ. (૧૭) રત્નસિંહાસન. (૧૮) પ્રભુ ચતુર્મુખ. (૧૯) ચામર.
૧૧. કર્મક્ષય કૃત અતિશય. (૧) સવાસે જન સુધી (૨) પરસ્પર વર-વિરોધ લેકમાં રોગ નહિં.
નહિ. (૩) ઉંદર વગેરેના ઉપદ્રવનહિ. (૪) મારી (પ્લેગ કોલેરા)
નહિ. (૫) અતિવૃષ્ટિ (હેલી) નહિ. (૬) અવૃષ્ટિ (વર્ષને
અભાવ) નહિ. (૭) દુષ્કાળ (શિક્ષાને અભાવ) (૮) આંતર બળ કે
પર રાજાનું આક્રમણ નહિ. (૯) પ્રભુના મસ્તક પાછળ (૧૦) જેજનના સમવસરભામંડળ ણમાં કટાકેટિ દેવ
મનુષ્ય તિર્યંચ સમાય.
નહિ.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૯ (૧૧) પ્રભુની વાણી જોજન
સુધી સંભળાય, ને તે તિયચ-મનુષ્ય દેવતાની ભાષામાં પરિણમે. તે પાંત્રીસ અતિશયવાળી હોય
અતિશયેની થોડીક વધુ વિગત. દેવાધિદેવ શ્રી અહિંત પરમાત્માને આત્મા કેવી કેવી અલૌકિક શક્તિઓ ધરાવે છે, તેને ખ્યાલ આ ચોત્રીસ અતિશ ઉપરથી આવી શકે છે.
જન્મથી ચાર અતિશય. (૧) માતાના ગર્ભમાં આવતાં જ, પ્રભુને દેહ અદભુત તૈયાર થાય છે. સર્વોત્તમ દેવ-અનુત્તરવાસી દેવના દેહ કરતાં અતિશય ચઢીયાતા આહારકલબ્ધિના સુંદર દેહથી પણ અતિશય રૂપા દેહ ગણધરદેવને ગણાય છે, તેના કરતાં પણ અનંતગુણ લાવણ્ય-સૌંદર્યવાળું અને રૂપાળું તીર્થંકર પરમાત્માનું શરીર હોય છે. માતાના ગર્ભમાં આવા દેહનું નિર્માણ થવું એમાં શ્રી અરિહંત પરમાત્માની વિશિષ્ટ લોકોત્તર પુણ્યશક્તિ કામ કરે છે, પ્રભુના દેહના પુદુગલેની ગંધ પણ મનહર હોય છે. એ દેહમાં જીવનભર કદી રેગ થતા નથી, પરસે પણ થતા નથી, મેલ જામતે
* શ્રી અરિહંત પરમાત્માની વાણુને પાંત્રીસ ગુણોનું વર્ણન હવે પછીના પ્રકરણમાં આપવામાં આવશે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૦
નથી, અને એ શરીરના બલનું તે વળી પૂછવું જ શું? તેઓ વિશ્વમાં સૌથી અધિક બલના ધારક હોય છે.
(૨) તેમને શ્વાસોચ્છવાસ કમળ જે સુગંધિદાર હોય છે.
(૩) તેમના દેહમાંનું લેહી ગાયના નિર્મળ દૂધ જેવું સફેદ, દર્શનીય અને દુર્ગધ વિનાનું હોય છે, તથા માંસાદિ ધાતુઓ જરાય બિભત્સ નહિ, જરાય દુર્ગંધવાળી નહિ પણ ઉલટી રમણીય, દશનીય, ને સારા વદિવાળી હોય છે.
(૪) પ્રભુના દેહથી થતી આહાર લેવાની ક્રિયા કે મળ મૂત્રના વિસર્જનની ક્રિયા અદશ્ય રહે છે, જેથી બીજાએ ચર્મચક્ષુથી એ જોઈ શકતા નથી. શ્રી અરિહંત પરમાત્માના મહાન પુણ્યના પ્રભાવે તેમને આ ચાર અતિશયે જન્મથી જ સાથે હોય છે.
દેવકૃત ઓગણસ અતિશય. (૧) પ્રભુ ચારિત્ર લે તે વખતે પંચમુષ્ટિથી દાઢી, મૂછ અને મસ્તકના કેશને લોન્ચ કરી નાખે છે, પછી ઠેઠ નિર્વાણ સુધી ત્યાં વાળ વધતા નથી, નખ પણ વધતા નથી. દીક્ષા સમયે જેવી સ્થિતિ હોય છે તેવી જ રહે છે.
(૨) ત્યારપછી જ્યારે પ્રભુ કેવળજ્ઞાન પામે એટલે ઓછામાં ઓછા એક કોડ ભવનપતિ વગેરે દેવતાઓ પ્રભુની સેવામાં સાથે જ રહે છે, દેવતાઈ મહાસુખને પણ દુઃખના કારણરૂપ સમજી આત્મકલ્યાણ ઝંખતા દેવતાઓ આત્મકલ્યાણની મૂર્તિ સમા શ્રી વીતરાગ અરિહંત નાથની પાસે દોડી દેડીને તેમની સેવા કરવા આવે છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૧
(૩) પ્રભુ જ્યારે ચાલે છે, ત્યારે પ્રભુને ચાલતાં પૃથ્વી પર પગ અડાડવાના હોતા નથી; કેમ કે ચાલતી વખતે પગ મૂકવાના સ્થાન પર નીચે સુવણુ કમલ રચાઇ ગયા હોય છે. તેમાંથી એ કમલ પર પગ પડેલા દેખાય છે, બીજા સાત કમળ હોય છે. એમાં આગળ પગલાં માંડતા ઠંઠ પાછળનું કમળ આગળ આવીને ઉપસ્થિત થઇ જાય છે. સુવણુના આ કમળ અતિ કામળ, મહામુલાયમ હોય છે.
(૪) પ્રભુ ચાલે ત્યાં કાંટા ચતા હોય તે ઉંધા થઈ જાય છે, અર્થાત્ અણીચા જમીન તરફ નીચી વળી જાય છે.
(૫) વળી આજીમાજીના વૃક્ષ પ્રભુને નમી જાણે નમઃ સ્કાર કરતા દેખાય છે.
(૬) પ ́ખીએ પણ પ્રભુને પ્રદક્ષિણા દે છે.
(૭) પરમાત્મા વિચરે ત્યાં પવનના ઉપદ્રવ મટીને વાયુની લહેરી અનુકૂળ વહેતી થઈ જાય છે.
(૮) વસત વિગેરે છએ ઋતુઓને ચાગ્ય સારાં પત્રફૂલ-ફળ વગેરે પદાથે' ખીલી ઉઠે છે.
પરમાત્મા ચાલે ત્યાં ધમાઁચકાદિ પાંચ વિશિષ્ટ વસ્તુઓ સાથે જ અદ્ધર આકાશમાં ચાલે છે. તે આ પ્રમાણે—
(૯) ધર્મચક્ર કે જે બહુ તેજસ્વી હોય છે, આરાથી શેાલતું હોય છે, અને એને હરણુનું જોડલુ સેવતું હાય છે.
Page #179
--------------------------------------------------------------------------
________________
૧પર
(૧૦) રત્નમય ધ્વજ પણ ઉંચા કનકમય દંડ ઉપર રત્નની અનેક બીજી નાની ધ્વજાઓથી દીપી રહ્યા હોય છે.
(૧૧) પાદપીઠ ( બેઠા પગ મૂકવાને બાજોઠ) સહિત સિંહાસન પણ અદ્ધર સાથે જ ચાલે છે.
(૧૨) તેમજ પ્રભુના માથે એકેકથી મોટા એવા ત્રણ છત્ર મતીઓના ઝુમખાથી પરિવરેલા સાથે જ ચાલે છે.
(૧૩) વળી પ્રભુને ચાલતાં બે બાજુ યક્ષના હાથમાં ચામર વીંઝાય છે.
(૧૪) પ્રભુ જ્યાં સ્થિર થાય ત્યાં જોજન જેટલી ભૂમિ પર ધૂળ ન ઉડે એ માટે સુગંધિત જલને વરસાદ થઈ જાય છે.
(૧૫) પ્રભુને દેશના દેવા માટે એક જોજન પ્રમાણ ભૂમિ પર ભવનપતિ, તિષ અને વૈમાનિક દે અનુક્રમે ચાંદીને સેનાને, ને રત્નને એમ ત્રણ કિલા રત્નની કાંગરીવાળા એકેકની ઉપર રહે છે.
(૧૬) એના પર પુષ્પની વૃષ્ટિ થાય છે. એ પુના ડીટીયા નીચા હોય છે અને પાંખડી ઊંચી હોય છે. ત્યાં ચાલતા-બેસતા તિર્યંચ મનુષ્યથી એને પરમાત્માના અતિશયના પ્રભાવે કિલામણા નથી થતી; પણ ઉલટું વિકસ્વરતા અનુભવે છે.
(૧૭) સમવસરણની મધ્યમાં અશોક વૃક્ષ અય છે, તે આખા સમવસરણમાં આવેલા છેને છાયા આપે છે. એની
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૩
સુગ'ધિ વળી એવી અદ્ભુત હોય છે કે ભમરા દોડી આવી એની આસપાસ ગુ જતા રહે છે.
(૧૮) પરમાત્માને બેસવા માટે ઝાડ નીચે પૂર્વ દિશા સન્મુખ મુખ્ય રત્ન સિંહાસન સ્થપાય છે, અને બાકીની ત્રણ દિશામાં પણ ખરાખર પ્રભુના જેવી આકૃતિવાળા પ્રતિ ખિમ સિહાસન પર સ્થપાય છે, જેથી ચારે દિશામાં સૌને એમ લાગે છે કે પ્રભુ અમારી સામે છે. આમ પ્રભુની ચતુર્મુખતા થાય છે.
(૧૯) ત્યાં દેવતા ઊંચે દુન્દુભિ-ભેરી વગાડે છે; જેથી ચારે બાજુના પ્રદેશને આ ધમ નરેસર પરમાત્મા પધાર્યાની ખબર પડે છે, અને આવીને દર્શન-વંદન-વાણી-શ્રવણના લાભ લેઈ સમ્યક્ત્વાદિ ધર્મ પામે છે.
આ ઓગણીસ અતિશયે। ખાસ દેવા પરમાત્મા ઉપરની અનુપમ ભક્તિથી પ્રેરાઇને રચે છે. એ વખતે જનતામાં કેવું ય મહાન આકર્ષણ થતુ હશે! એ તા નજરે જોનાર કે વિશિષ્ટ જ્ઞાની અનુભવી શકે. એના ચાગે લાખા કરાડા જીવાને પરમાત્મા તરફ ખેંચાણ થાય છે, એમાં કેટલાકના તે આ સમૃદ્ધિ જોઇને જ મિથ્યાત્વાદિ દાષા લાગી જાય છે.
ક ક્ષયથી ઉત્પન્ન થતા ૧૧ અતિશય.
પરમાત્મા ચરમ ભવમાં પણ ઉચ્ચ સાધના કરીને જ્યારે શુયાનના દાવાનળમાં અનંતાનંત ઘાતી કર્મોના દળીયાંને જડમૂળમાંથી ખાળીને ભસ્મીભૂત કરે છે, ત્યારે વીત
Page #181
--------------------------------------------------------------------------
________________
૧પ૪
શગ-સર્વજ્ઞતાની જેમ તેમને તીર્થંકર નામકર્મનો ઉદય પ્રગટ થાય છે. બીજા પણ યશ-આદેય વગેરેના પુણ્યના ઉચ્ચ દળીયાં ઉદયમાં આવે છે. આ બધાના પ્રતાપે સહજ ભાવે અહીં નીચે દર્શાવવામાં આવતી આ અગીઆર વિશેષતાઓ પ્રગટે છે.
(૧) શ્રી તીર્થંકર પ્રભુ વિચરતા હોય ત્યાં આસપાસના સવાસે જનમાં આ નીચે દર્શાવેલા આઠ પ્રકારના ઉપદ્ર પૂવે થયા હોય તે શાંત થઈ જાય છે, અને નવા થતા નથી.
(૧) તાવ વગેરે રોગે. (૨) પૂર્વના ચાલી આવેલા કે પરસ્પર જાતિના વિર
વિધ. (૩) વિશેષ પ્રમાણમાં ઉંદર, ખડમાંકડી, તીડ વગેરે
ઉપદ્રવ થાય છે તે. (૪) મારી-મરકી, લેગ, કોલેરા કે તેના બીજા જીવ
લેણ ઉત્પાત. (૫) અતિવૃષ્ટિ-વરસાદની હેલી, કે જેમાં મોટા નુક
શાન થાય. અવૃષ્ટિ-તન વરસાદ જ નહિ કે અતિ અલ્પ વરસાદ જેથી લેક પાણી વિના અને ગરમીથી
પીડાય. (૭) દુષ્કાળ–જેમાં ધાન્યની અછત થઈ જાય અને
ભિક્ષા ન મળે. અને–
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૫
(૮) સ્વ-પરચક્રભય-તે જ દેશના અમુક લક લશ્કર મળવા ઉઠાવે તેના ભય તે સ્વચક્રભય, દુશ્મન રાજા લશ્કર લઈને ચઢી આવે તેના ભય તે પચક્રભય. આ આઠેયમાંની એક પણ ઉપ દ્રવ પ્રભુના આસપાસના ૧૨૫ ચેાજનમાં હાતા નથી.
(૯) પ્રભુને અંતરમાં લેાકાલેાકના પ્રકાશક કેવળજ્ઞાનરૂપી સૂર્ય પ્રગટવાની સાથે પ્રભુના મસ્તકની પાછળના ભાગમાં સૂર્યના ખિમની શેાભાને પણ તિરસ્કાર કરનારૂ મનેાહર તેજનું મ`ડળ-ભાગડેળ
પ્રગટ થાય છે.
(૧૦) દર્શન-શ્રવણાથે ગમે તેટલા કરાડા દેવતા તથા મનુષ્ય-તિય ચાના સમૂહો આવે છતાં એ બધા માત્ર એક જોજનના સમવસરણમાં પ્રભુના અચિંત્ય પ્રભાવે સુખે સમાઈ જાય છે.
(૧૧) વાણી-અધ માગધી ભાષાએ જુદી જુદી જાતના તિય 'ચ પ્રાણીએ, માનવા અને દેવા પાતપેાતાની ભાષામાં સમજી જાય એ રીતે પ્રભુની વાણી તે તે ભાષામાં પરિણમી જાય છે.
આ દેવકૃત અતિશય નુ` વધુન કાઈ જગ્યાએ જુદી રીતે પણ મળે છે તે મતાંતર સમજવા,
Page #183
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માની વાણીના ૩૫ અતિશ. (૧) સંસ્કારવતી (૨) ઉદાત્ત (૩) ઉપચાર–પરીત (૪) મેઘ-ગંભીર (૫) પ્રતિનાદ યુક્ત (૬) દક્ષિણ (૭) રાગ યુક્ત (૮) મહાઈ (૯) અધ્યાઘાત (૧૦) શિષ્ટ (11) અસંદેડકર (૧૨) અ ત્તર રહિત (૧૩) હદયંગમ (૧૪) સાકાંક્ષ (૧૫) ઉચિત (૧૬) તત્વનિષ્ઠ (૧૭) અપ્રકીર્ણ પ્રસૂતિ (૧૮) સ્વલાઘા-પરનિંદા રહિત (૧૯) અભિજાત્ય (ર૦) સ્નિગ્ધ મધુર (૨૧) પ્રશસ્ય (૨૨) અમર્મવેધિ (૨૩) ઉદાર
(૨૪) ધર્માર્થ સંબદ્ધ (૨૫) વિષયસ રહિત (૨૬) વિશ્વમાદિમુક્ત (૨૭) આશ્ચર્યકારી (૨૮અદભુત (૨૯) અતિ વિલંબિત નહિ (૩૦) અતિ વિચિત્ર (૩૧) વિશેષતાવાળી (૩૨) સવમુખ્યા (૩૩) વર્ણ પદાદિવિવિક્ત (૩૪) વિર છેદ રહિત (૩૫) ખેદ રહિત.
* પ્રથમ અહીં વાણીને પાંત્રીસ અતિશયોના નામ માત્ર જણાવવામાં આવે છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૭
હવે અહીં વાણીના પાંત્રીસ અતિશની થેડીક વિશેષ વિગત જોઈએ.
૧ સંસ્કારવાળી–એટલે કે સંસ્કૃત વગેરે લક્ષણવાળી. જેમ કાવ્યમાં શબ્દાલંકારો અને અર્થાલંકારે હોય છે, એમ પ્રભુની વાણીમાં શબ્દ અને અર્થના એવા તો અનેક સુંદર લક્ષણે અને અલંકારો હાથ છે, કે એકલા એના શ્રવણમાત્રથી જ શ્રોતા દીર્ઘ કાળ સુધી એક સરખી આતુરતા અને રસથી સાંભળવામાં લીન થઈ જાય છે.
૨ ઉદાત્ત -એટલે માંદા સુરવાળી નાહ, કે બેબડાતા અક્ષરવાળી નહિ, પણ દૂરવાળાનેય બરાબર સંભળાય એવા ઉંચા સુરવાળી અને સ્પષ્ટ ઉંચા અક્ષરવાળી હોય છે.
૩ ઉપચાર પરીત-અર્થાત તે છડી શિષ્ટાચાર રહિત એવી ગામડીયા ભાષા નહિ પણ ઉદાર, શિષ્ટાચારી ને સંસ્કારી જન બાલે તેવી ભાષા. એથી એ વિદ્વાનોને પણ ખૂબ જ ગમી જાય છે.
૪ મેઘગંભીર-પ્રભુની જનગામિની વાણું, ઉપર કહ્યું તેમ, માત્ર ઉદાત્ત અર્થાત્ એકલી ઊંચા અવાજવાળી નહિ, પણ વાદળાનો ગડગડાટ થતાં કે સમુદ્રનું મંથન કરતાં જે ગંભીર ધ્વનિ નીકળે એવા ગભીર ઘષવાળી હોય છે.
પ પ્રતિનાદયુક્ત-શબ્દ કે ઘંટને નાદ જાણે ગુફામાં અથડાઈ રણકાવાળો પડઘો પાડે એવા રણકાવાળી– પડઘાવાળી હોય છે, વાણીની પાછળ કેમ જાણે ઘંટનો મધુર આલાપભર્યો રણકાર ન ચાલતે હેય, એવી વાણી.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૮
૬ દક્ષિણ-મેલવામાં અને સમજવામાં બહુ જ સરળ હાય છે, એવી વાણી.
૭ અતિ મીઠા માલકેાશ-રાગમાં ચાલે છે, પણ નહિ * સ'ગીત વિનાના માત્ર ગદ્યમાં. એમાં વળી દેવાની દિવ્ય બંસરીના સૂર પુરાતા રહે છે! પછી એ સાંભળવાના રસનું પૂછ્યું જ શું? ગંધર્વોના ગીત અને દેવાંગનાના સુકામળ કંઠના કાયલ જેવા કે ઘ'ટડી જેવા રણકાર તા એની આગળ કાંઇ જ વિસાતમાં નહિ, જાણે એ બધા પ્રભુની વાણી આગળ નિસ્તેજ જેવા લાગે.
૮ મહા -પ્રભુની વાણી માત્ર મધુર અને રાગવાળી હાય એટલું જ નહિ પણ વિશાળ અને ઉંડા અર્થવાળી પણ હેાય છે. પ્રભુના વચનેાના અર્થ ઘણા ઉંચા હાય છે.
૯ અવ્યાઘાત-પ્રભુની ચાલતી એક સરખી વાગ્ધારાના પૂર્વીપર કથનેમાં કયાંય પરસ્પર વ્યાઘાત આવતા નથી, એક વચન પૂના બીજા વચનના વિશષ કરે એવું નથી અનતુ. ઉલટુ વચનેા એક બીજાની પુષ્ટિ કરી વસ્તુ તત્ત્વનું સુંદર સમ પ્રતિપાદન કરનારા હોય છે.
૧૦ વળી એ વાણી શિષ્ટ-એટલે કે મહાસજ્જન પુરુષે! ખેલે એવી શિષ્ટતાવાળી, તેમ જ સ્વમાન્ય સિદ્ધાન્તાને અનુસરતા પદાર્થોને કહેનારી હાય છે, પણ નહિ કે સિદ્ધાન્તવિરુદ્ધ અર્થવાળી અને અશિષ્ટ,
૧૧ અસદેહકર-અર્થાત્ જેમાં શ્રોતાને કયાંય શકા
Page #186
--------------------------------------------------------------------------
________________
રહે એવાં વચન જ હોતા નથી. દરેકે દરેક વચન નિશ્ચિત બધ કરાવે છે. ટંકશાળા નાણાંની જેમ વચન સીધા હદયમાં જઈને શ્રોતાને જચી જાય છે.
૧૨ અ ત્તર રહિત-એટલે કે પ્રભુના એક પણ વચન પાછળ કેઈ ઉત્તર, પ્રશ્નોત્તર કરી દૂષણ કાઢી શકે એવું હેતું નથી. કોઈ પણ વાપૂજાળના કે બીજા કૂષણ પ્રભુના વચનમાં ઉભા થઈ શકતા નથી.
૧૩ અતિ હૃદયંગમ-એટલે કે હૃદયને સુગ્રા અને ગમી જાય એવી એ વાણું હોય છે.
૧૪ સાકાંક્ષ-વાણીનાં વચને એટલે કે પદે અને વાકયે અરસપરસમાં એટલે કે પદે અને વાક્યો એક બીજાની સાથે અપેક્ષાવાળા ને સંગતિવાળા હોય છે, પણ નિરાકાંક્ષ અર્થાત્ કોઈ વચનને બીજા સાથે કાંઈ જ સંબંધ નહિ પણ છૂટાછવાયા અર્થવાળા હોય એવું નથી હોતું. એક પછી બીજુ વચન નીકળે તે પૂર્વ પૂર્વની સાથે વ્યવથિત સંબંધવાળું, અને સળંગ ધારાબદ્ધ પદાર્થને વર્ણવ. નારું હોય છે.
૧૫ ઔચિત્ય-પ્રભુની વાણીમાં ભારોભાર ઔચિત્ય ભરેલું હોય છે એટલે કે શબ્દ શબ્દ પ્રકરણ-પ્રસ્તાવ, અને દેશ-કાળને ઉચિત હોય છે. તેથી શ્રોતા ઉપર ચમકારિક રીતે સારી અસર ઉત્પન્ન કરે છે. તેમ એમાં કયાંય કેઈને અનુચિત લાગીને મનને ખોટું લાગવા જેવું બનતું નથી.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ૧૬ તવનિષ્ઠ-એટલે જે વસ્તુનું પ્રતિપાદન કરવું હેય તેના સ્વરૂપને અનુસરનારી વાણી હોય છે, પણ નહિં કે વસ્તુનું સ્વરૂપ અમુક હય, ને પ્રતિપાદન કંઈક જુદું જ કરાતું હોય
૧૭ અપ્રકીર્ણ પ્રયુત-હોય છે, અર્થાત્ સુસંબદ્ધ પદાર્થને કહેનારી હોય છે, એમાં સંબંધ વિનાના પદાર્થોને અધિકાર ચાલતું નથી, તેમ વર્ણનને અતિ વિસ્તાર એટલે કે ખોટું લંબાવવાનું પણ હોતુ નથી.
૧૮ સ્વલાઘા-પરનિન્દારાહત-પ્રભુની વાણું સ્વલાઘા અને પરનિંદાથી રહિત હોય છે, ક્યાંય પ્રભુ પિતાની પ્રશંસા કરનારું વચન નથી બોલતા, તેમ જ સામે બેઠેલા શ્રોતાના ગુપ્તમાં ગુપ્ત દોષને પ્રભુ રજે રજ જાણવા છતાં કે ઈનીય નિન્દાને એક પણ અક્ષર પ્રભુ નથી ઉચ્ચારતા.
૧૯ અભિજાત્ય-પ્રભુની વાણી અભિજાત્ય એટલે ઉત્તમ કેટિની અર્થાત વક્તાની પિતાની અને વિવેચવાના વિવેચનની ભૂમિકાને અનુસારે વાણી હોય છે. પોતે જગદીશ પરમાત્મા છે, તે ભૂમિકા બહુ ઊંચી તેથી વાણ પણ તેવી ઊંચી બોલાય છે.
૨૦ સ્નિગ્ધામધુર એટલે કે સાકર, શેરડી તે શું પણ દિવ્ય અમૃત કરતાંય અતિશય ચઢી જાય એવી સિનગ્ધતા અને માધુર્યવાળી વાણી હોય છે. એવી એ મધુર વાણી સતત દિવસેના દિવસે સાંભળતાં ય થાક, કંટાળો, નિદ્રા, ભૂખ,
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬t
,
તરસ, ટાઢ, ગરમી વગેરે કેઈપણ પીડા લેશમાત્ર રહેતી નથી. એટલી અનુપમ મધુરતા એમાં હોય છે.
૨૧ પ્રશંસનીય-પ્રભુની એ વાણું સાંભળી જનારા એના અનુપમ ગુણોથી આકર્ષાઈને બહાર પણ બીજું બધું ભૂલીને એકલી એની જ પ્રશંસા કર્યા કરે છે. લેકમાં ચારેબાજુ જિનવાણુના ગુણગાનના ઘોષ ચાલી રહ્યા હોય છે.
૨૨ અમર્મવેધી-પ્રભુની વાણી કોઈપણ શ્રોતાના મર્મને ન ખેલનારી હોય છે. નહિતર અનંતજ્ઞાની પ્રભુની જાણ કારી તે બધી જ છે, પણ બીજાની ગુપ્ત-રહસ્યમય વાતાને બહાર ન પ્રકાશવાની પરમગંભીરતા પ્રભુમાં સાગરથી પણ અધિક હોય છે.
૨૩ ઉદાર-પ્રભુની વાણી ઉદાર હોય છે અર્થાત્ કહેવાને વિષય ઉદાર એટલે કે મહાન અને ગંભીર હોય છે, નહિ કે અલ્પ અને તુચ્છ.
૨૪ ધર્માર્થપ્રતિબદ્ધ-પ્રભુની વાણી ધર્મ અને અર્થ સાથે સંબદ્ધ છે. વચનને સારો અર્થ પણ છે, અને વાણી ધર્મ ઉપદેશ કરનારી હોય છે.
૨૫ કારકાદિને અવિપર્યાસ-પ્રભુની વાણીમાં વ્યાક૨ણની દષ્ટિએ કર્તા-કર્મ વગેરે છે કારક, એકવચનાદિ વચન, પુલિંગ વગેરે લિંગ, વર્તમાન વગેરે કાળ. ઈત્યાદિમાં કયાંય જરા પણ ખલના, ઉલટ સુલટ, કે ફેરફાર જેવું હોતું નથી.
Page #189
--------------------------------------------------------------------------
________________
R
૨૬ વિભ્રમાદિવિયુક્ત-વક્તાના મનમાં બ્રાન્તતા,
વિક્ષેપ વગેરે કાઇ દોષ નથી હાતા.
૨૭ ચિત્રકારી-વાણી શ્રોતાના દિલમાં અવિચ્છિન રમ્ર અને આતુરતા જાળવી રાખનારી હાય છે. આતુરતા એટલે ‘ હવે શું કહેશે ? હવે શુ આવશે ?' એ જિજ્ઞાસા.
૨૮ અદ્ભુત-દુનિયામાં બીજા ભલભલા વક્તાની વાણી કરતાં અતિશય ચઢીયાતી અને ચમત્કારિક વાણી હાય છે.
૨૯ અતિવિલમ્બી-એટલે કે ઝટપટ ઝટપટ એલાઈ ગયેલી નહિ, તેમ બહુ જ ધીરે ધીરે જાણે અટકી અટકીને વિચાર કરી કરીને વિલંબે ખેલાતી હોય એવું પણ નથી.
૩૦ અનેક જાતિ વિચિત્ર-વાણીમાં વણ નીય વસ્તુના સ્વરૂપના વર્ણના અનેક જાતના આવે છે, તેથી વાણી દલદાર હાય છે.
૩૧ આરેાપિત વિશેષતાવાળી-એટલે કે પ્રભુના વચને વચનમાં બીજા વચન કરતાં વિશેષતા સ્થપાઈ ગયેલી હાય છે, તેવી વાણી.
૩૨ સત્ત્વપ્રધાન-પ્રભુની વાણી પરાક્રમ ભરેલી હાય છે; માયકાંગલી, કાયર કે તામસી નથી હોતી.
૩૩ વિવિક્ત-વાણીમાં દરેક અક્ષર, દરેક પદ અને દરેક વાકય સ્પષ્ટ છૂટા હાય છે; પણ ગરબડીયા નહિ.
૩૪ અવિચ્છિન્ન-કહેવાના વિષયની યુક્તિ-દૃષ્ટાંતાદિથી સારી સિદ્ધિ કરનારી વાણી હોય છે, તેથી એ વચનાની
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩
પ્રામાણિકતા સદા માટે હાય છે,
૩૫ અખેદ-અર્થાત્ વાણી પ્રકાશવામાં પ્રભુને જરાય ખેદ થાક કે પરિશ્રમ નથી લાગતા. શ્રોતાને એ વાણી થાકયાની નથી લાગતી, કે વિચાર અથવા મહેનત કરી કરીને ખાલાતી નથી લાગતી. સહજભાવે એના એક ધારાએ ગંગાપ્રવાહ પ્રભુના મુખમાંથી ચાલ્યા આવે છે.
આવા પાંત્રીસ અતિશયવાળી વાણી વીતરાગ સર્વજ્ઞ શ્રી તીથંકર દેવાની જ હાય છે, એના એકેક વચનથી કરાડા શ્રોતાઓના દિલના જુદા જુદા સ ́શયા એકી સાથે ભેદાઈ જાય છે; અને મહાન તત્ત્વાના નિય હૈયામાં બેસી જાય છે. ભૂખી તા જુએ કે એ વાણીના ઉપદેશમાં નાની કીડી કે તેથીય સૂક્ષ્મ જંતુની પણ ક્રયા કરવાનું વિધાન હોય છે. મહાશિકારી સિંહ-વાઘ જેવા પ્રાણીએ ય એને આનદથી સાંભળે છે. પ્રભુની એક નિકટતાના જ એવા પ્રતાપ છે કે એ સિંહુ હરણીયા સાથે, વાઘ બકરી સાથે સગાં ભાઈએનની જેમ વૈર–વિરોધ વિના એસે છે.
આમ તીથ કરપણાના પુણ્યદયે અને ઘાતીક્રમના ક્ષયે નીપજતી આ પાંત્રીસ વિશેષતા અને ચેાત્રીસ અતિશય વગેરે અજબ શક્તિ શ્રી અરિહંત પ્રભુમાં એવી હાય છે કે જેનુ યથાર્થ વન મુશ્કેલ છે; છતાં એનુ ચિંતન, મનન અને ગુણગાન આત્મામાં શુભ અધ્યવસાયને પાષી ધર્મ ધ્યાનની વૃદ્ધિ કરી મહાન પાપક્ષય કરાવે છે.
Page #191
--------------------------------------------------------------------------
________________
શ્રી અરહિંત પરમાત્માના આત્માની અનાદિ ઉત્તમતા—
શ્રી અહિં ́તદેવના આત્માએાની પુરુષાત્તમતા જણાવતાં શાસ્ત્રકાર મહિષએ ક્માવે છે કે—
आकालमेते परार्थव्यसनिनः, उपसर्ज्जनीकृतस्वार्थाः, उचितજિયાવન્ત:, અફીનમાવા, સત્ઝામ્મિળ:, અદઢાનુરાયા, તાतापतयः, अनुपहतचित्ताः देवगुरुबहुमानिनः तथा गम्भीराशया કૃતિ ।
શ્રી જિનેશ્વરદેવના આત્માએ અનાદિ કાળથી આ સસારમાં—
વાઈયસનિનઃ-પરાથ વ્યસની-પાપકાર કરવાના વ્યસનવાળા હાય છે.
૩વસનનીજતો:-સ્વાથને ગૌણ કરવાવાળા હોય છે. રુચિતાજિયાનન્ત:-સવત્ર ઉચિત ક્રિયાને આચરનારા હાય છે.
ટ્વીનમાવાઃ-દીનતા વિનાના હોય છે.
સત્તામિળ:-સલ કાના જ આરંભ કરનારા હોય છે. અદઢાનુાચ:-અપકારિજન ઉપર પણ અત્ય ́ત ક્રોધને ધારણ કરનારા હાતા નથી.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬૫
કૃતજ્ઞતાપતા-કૃતજ્ઞતા ગુણના સ્વામી હોય છે.
નુngવત્તા-દુષ્ટ વૃત્તિઓથી નહિ હણાયેલા ચિત્ત વાળા હોય છે.
ગુરુવકુમારિના-દેવ અને ગુરુનું બહુમાન કરનારા હોય છે.
માયા-તથા ગંભીર આશય-ચિત્તના ભાવને ધારણ કરનારા હેય છે.
જે શ્રી જિનેશ્વરદેવના આત્માએ અનાદિકાળથી ઉપચુંક્ત વિશિષ્ટ રેગ્યતાને ધારણ કરનારા ન હોય, તે કોઈ પણ કાળે તેઓ સર્વોત્તમ બની શકે નહિ. તે સંબંધી શાસ્ત્રમાં કહ્યું છે કે
न खल्वसमारचितमपि जात्यं रत्नं समानमितरेण । न च समारचित्तोऽपि काचादिर्जात्यरत्नीभवति
અસમારચિતઅસંસ્કારિત પણ જાત્યરત્ન કદી ઈતર એટલે એથી વિપરીત કાચાદિ સમાન બનતું નથી તથા કાચાદિ સારી રીતે સંસ્કારિત કરેલ હોય તે પણ જાત્યરત્ન સમાન બનતા નથી.
ભવ્યત્વ તમામ આત્માઓનું સમાન હોય છે કિન્તુ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુક્તિ સમાનકાળે અને સમાન સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું “તથાભવ્યત્વ” ભિન્ન ભિન્ન પ્રકારનું માનવું પડે છે. શ્રી જિનેશ્વદેવના
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૬
આત્માઓનુ` ‘સહેજ તથાભવ્યત્વ' સર્વ કરતાં ઉત્તમ હોય છે. જેમ જેમ તેમનું ‘સહેજ તથાભવ્યત્વ' તે તે સામગ્રીના ચૈાગે પરિપાક પામતુ' જાય છે, તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી જાય છે. વરખેાધિની-સમ્યક્ત્વની પ્રાપ્તિ ખાદ તા શ્રી જિનેશ્વરદેવના આત્માએ સથા પરા ઉદ્યમી, ઉચિતક્રિયાવાળા અને જગજ્જતુએ ઉદ્ધાર કરવાના વિશાળ આશયવાળા હોય છે. અને તેથી તેમની સઘળીએ પ્રવૃત્તિ સલ આરંભવાળી તથા સર્વોત્કૃષ્ટ સવાથ-પરોપ કારને સાધનારી હાય છે.
ત્રીજા ભવની ભાવના અને
શ્રી જિનનામ ક્રમની નિકાચના.
શ્રી જિનેશ્વરદેવના આત્માની ત્રીજા ભવની ઉદાત્ત ભાવનાનું વર્ણન કરતાં શ્રી પાંચસંગ્રહ ગ્રન્થના ટીકાકાર આચાય દેવ શ્રી મલયગિરિજી મહારાજા શ્રી પંચસંગ્રહ ગ્રન્થની ટીકામાં ફરમાવે છે કે—
अहो ! चित्रमेतत् यत् सत्यपि पारमेश्वरे प्रवचने स्फुरतेजसि, मोहान्धकारविलुप्तसत्पथि दुःखपरीतचेतसो जन्तवः परि भ्रमन्ति तदहमेतानतः संसारात् अनेन प्रवचनेन यथायोगमुत्ताચામીતિ
.
>
અહા ! આશ્ચય છે કે શ્રી જિનેશ્વરદેવપ્રરૂપિત સ્કુરાયમાન તેજ-પ્રકાશવાળું પ્રવચન વિદ્યમાન હોવા છતાં. માહાન્ધકારથી જેમના સન્માર્ગ લુપ્ત થયા છે, એવા દુ:ખ
Page #194
--------------------------------------------------------------------------
________________
પરીત ચિત્તવાળા જંતુઓ આ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. હું તેઓને આ ભયંકર સંસારથી, આ તારક પ્રવચન વડે પાર ઉતારૂં.
___एवं च चिन्तयित्वा यथा यथा परेषामुपकारो भवति तथा तथा चेष्ठते ।
એ રીતે વિચાર કરી છે જે પ્રકારે બીજાઓને ઉપકાર થાય, તે તે પ્રકારે ઉદ્યમ કરે છે.”
શ્રી જિનેશ્વરદેવના આત્માઓની ત્રીજા ભવની એ ઉત્તમ અવસ્થાનું વર્ણન કરતાં સુવિહિત શિરોમણિ. ૧૪૪૪ ગ્રન્થરત્નના પ્રણેતા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા પણ “ગબિન્દુ' ગ્રન્થરત્નમાં નીચે મુજબ ફરમાવે છે કે– मोहान्धकारगहने, संसारे दुःखिता बत । सत्त्वाः परिभ्रमन्त्युच्चैः, सत्यस्मिन्धर्मतेजसि ॥ १ ॥ अहमेतानतः कृच्छाद्, यथायोगं कथंचन । अनेनोत्तारयामोति, वरबोधिसमन्वितः ॥ २ ॥ करुणादिगुणोपेतः, परार्थव्यसनी सदा । तथैव चेष्टते धीमान् , वर्द्धमानमहोदयः ॥ ३ ।। तत्तत्कल्याणयोगेन, कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति. परं सत्त्वार्थसाधनम् ॥ ४ ॥
શ્રી સર્વજ્ઞપ્રણત ધર્મરૂપી ઉદ્યોત જગતમાં વિદ્યમાન હોવા છતાં અહે ! મિથ્યાત્વાદિ મોહાંધકારથી વ્યાપ્ત દુખિત પ્રાણીઓ ભવમાં-સંસારમાં પરિભ્રમણ કરે છે– (૧)
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૮
વરચ્યાધિને પ્રાપ્ત થયેલા હું ભીષણ ભવભ્રમણુથી પીડા પામી રહેલા આ પ્રાણીઓને કઇ પ્રકારે સર્વજ્ઞ ભગવાનના ધ રૂપી ઉદ્યોત વડે દુઃખમય સ'સારથકી પાર ઉતાર્— (૨)
અનુકપા અને આસ્તિયાદિ ગુણથી યુક્ત, પરાપકાર કરવાના વ્યસનવાળા, નવીન નવીન પ્રશસ્ત ગુણ્ણાના ઉદય પ્રતિક્ષણ જેમને વૃદ્ધિ પામતા છે એવે બુદ્ધિમાન આત્મા પ્રાણીઓ ઉપરની કરૂણાથી પ્રેરાઇ, તેમને તારવાની ક્રિયામાં રક્ત મને છે— (૩)
સિદ્ધાન્તનું પરિશુદ્ધ જ્ઞાન, અતિશાયી ધમકથા, અવિ સંવાદિ નિમિત્તાદિ વ્યાપારા વડે ભવ્ય પ્રાણીઓને હિતકારી માક્ષનું ખીજાધાનાદિસ્વરૂપ પરમાર્થ કરવા વર્ડ વગેાધિમાન પુરૂષ તીથ કરપણાને પામે છે-તી'કર નામકમની નિકાચના કરે છે— (૪)
સમકિત ગુણઠાણે પરિણમ્યા,
વળી વ્રતધર સયમ સુખ રમ્યા, વિસ સ્થાનક વિધિએ તપ કરી,
એસી ભાવયા દિલમાં ધરી (૧)
જો હાયે મુજ શક્તિ ઇસી,
વિ જીવ કરુ` શાસનરસી;
શુચિસ ઢળતે તિહાં બાંધતાં,
તીર્થંકર નામ નિકાચતા (૨)
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માની ત્રીજા ભવની
કલ્યાણકારણું સાધના. શ્રી જિનેશ્વરદેવના આત્માએ ત્રીજા ભવે શ્રી જિનનામ-કર્મની નિકાચના વખતે કેવા પ્રકારની કલ્યાણકારિણી સાધનાને સાધનારા હોય છે, તેનું વર્ણન કરતાં શ્રી ઉમા
સ્વાતિ વાચક્કર સ્વરચિત શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રમાં નીચે મુજબ ફરમાવે છે–
શ્રી જિનનામકર્મના અન્ય હેતુઓનું વર્ણન કરતાં તેઓશ્રી ફરમાવે છે કે
___दर्शनविशुद्धिविनयसंपन्नता शीलवतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्यागतपसी सद्यसाधुसमाधिवेयावृत्त्य. करणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकाऽपरिहाणिर्मार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ।'
વિશુદ્ધિા-પરમપ્રકૃણસમ્યક્ત્વશુદ્ધિ-શ્રી જિનેતા તને વિષે સર્વથા નિશકિતપણું આદિ દર્શનાચારનું પાલન
વિનયપૂનતા-અહંકારનો ત્યાગ કરી સમ્યગુદર્શનાદિ ગુણો અને તેને ધારણ કરનારા મહાપુરૂષોને વિનય.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧eo શત્રનરિવાર –મૂલગુણ અને ઉત્તર ગુણનું ઉત્સર્ગ અપવાદાત્મક સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાન્તાનુસારે અતિચાર રહિત
પાલન.
મીરાં જ્ઞાનોપો –પ્રતિક્ષણ-વાચના, પૃચ્છના, પરા વત્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણ ધૃતાભ્યાસમાં ઉપગ.
માઁ સંવેપાર-પ્રતિક્ષણ જન્મ, જરા અને મરણાદિ કલેશરૂપ સંસારથી ભયભીતપણું.
ત્તિtતા-શક્તિ મુજબ-શકિતને ગોપવ્યા કે ઉલંધ્યા વિના દાનાદિ ધર્મોનું આસેવન-પાલન.
શસ્તિપ:- શક્તિ મુજબ આઠ પ્રકારના કર્મને તપાવનાર બાર પ્રકારના તપનું આસેવન-પાલન.
સંઘસાધુસમાધિવાથુર નળ મૂ-ચતુર્વિધ સંઘ અને મોક્ષ માગને સાધનાર મહાપુરૂષને સમાધિ થાય તેવું વર્તન અને વૈયાવૃત્યકરણ અથવા સંઘની સમાધિ અને સાધુનું વૈયાવચ્ચ,
મારાથagબતાવવામા -અરિહંત, આચાર્ય, બહુશ્રત અને પ્રવચન, એ ચારને વિષે, જેમાં જે રીતે ઘટે તે રીતે શુદ્ધાશયથી ભક્તિ-અનુરાગયુકત ઉપાસના.
આવફાપરિણાળિઃ-પ્રતિદિન ઉભયકાળ અવશ્ય કરવા લાયક સામાયિકાદિ ષડાવશ્યકોનું અથવા પ્રતિલેખનાદિ ક્રિયાઓનું ખામીરહિત આસેવન-પાલન.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૧
માñત્રમાવના-સમ્યશનાદિ શ્રી જિનેાક્તમાર્ગના પ્રભાવને કરવા કરાવવા અને ઉપદેશવા આદિ વડે વિસ્તા રવા-વધારવા.
પ્રવચનવત્તજીવમ્-પ્રવચન એટલે શ્રી અરિહંત પરમાત્માનું શાસન, તેમાં રહેલા શ્રુતધરા, ખાલમુનિઓ, તપસ્વી, નવદીક્ષિતા, ગ્લાન મુનિવર-આદિના સંગ્રહ તથા ઉપગ્રહ વડે અનુગ્રહ કરવા. ગ્રામિકા પ્રત્યે સ્નેહ રાખવા. શ્રુતાધ્યયન અને સંયમાનુષ્ઠાન કરનારને દ્રવ્યભાવ ઉભય પ્રકારે સહાય કરવી.
ઉપરીત ગુણા એક સાથે મળીને અથવા પૃથ-પૃથક્ જિન-નામ-કર્મ બન્યના હેતુ અને છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માનું અઢાર
દોષરહિતપણું. अन्तराया दानलाभवीर्यभोगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥१॥ कामो मिथ्यात्वमज्ञानं, निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी ॥ २ ॥ દાનગત અતરાય, લાભગત અન્તરાય, વીર્યગત અન્તરાય, ભેગગત અન્તરાય અને ઉપભોગગત અન્તરાય, હાસ્ય, પતિ- પદાર્થો ઉપર પ્રીતિ, અરતિ-પદાર્થો ઉપર અપ્રીતિ, ભીતિ-ભય, જુગુપ્સા-ધૃણા, શક, કામ, મિથ્યાત્વ-દર્શનમોહ, અજ્ઞાન-મૂઢતા, નિદ્રા, અવિરતિ, રાગ-સુખ અને તેના સાધનને વિષે વૃદ્ધિ-આસકિત અને શ્રેષ-દુ:ખ અને તેના સાધનને વિષે કોધ, એ અઢાર દે શ્રી અરિહંત દેવામાં હોતા નથી. | મુખ્ય પણે અઢાર પ્રકારના દેશે સંસારી જીવમાં જેવામાં આવે છે, શ્રી અરિહંત પરમાત્મા એ અઢારે પ્રકા૨ના દેથી સર્વથા મુક્ત હોય છે. અહીં આપણે પરમાત્માના અઢાર દેષરહિતપણાની ઘડી વધુ વિગત જોઈએ.
૧ અરિહંત પરમાત્માનાં દામાંતરાય નામને દેષ હેતે નથી એટલે કે દાન આપવાની સંપૂર્ણ શક્તિ તેમનામાં પ્રગટેલી હોય છે.
૨ તેવી જ રીતે સર્વ પ્રકારના લાભ પ્રાપ્ત કરવાની
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૩
શક્તિ પણ તેમનામાં સ ́પૂર્ણ પણે પ્રગટેલી હાય છે તેથી તેમનામાં લાલાંતરાય નામના દોષ હાતા નથી.
૩ તેમના ભાગાંતરાય સંપૂર્ણ ક્ષય થયેલ છે તેથી ભાગાંતરાય નામના દોષ તેમનામાં હાતા નથી.
૪ ઉપભાગાંતરાય પણ તેમના સપૂર્ણ પણે ક્ષય થયેલ છે તેથી ઉપભેાગાંતરાય નામનો રાષ પણ તેમનામાં હાતા નથી.
૫ પરાક્રમ ફારવવાની સમગ્ર શક્તિ તેમનામાં પ્રગટેલી હોય છે તેથી તેમનામાં વીર્યા તરાય નામના દોષ હોતા નથી.
૬ અરિહંત પરમાત્મા પૂર્ણ જ્ઞાની હાવાથી સામાન્ય મનુષ્યને જેમ કુતુહલ આદિથી હસવાનું થાય તેમ પરમાત્માને હસવાનું (હાસ્ય) હાય નહિ.
૭ પરમાત્મા મેહ વિનાના હેાવાથી સ‘સારી જીવાને જેમ સુખ ઉપર તિ થાય તેમ પરમાત્માને સુખ ઉપર રતિ હાય નહિ.
૮ તેવી જ રીતે તેઓ જ્ઞાની હાવાથી તેમને દુઃખ ઉપર અતિ પણ ન હાય.
૯ પરમાત્મા સર્વ શક્તિમાન હોવાથી તેમને ક્રાઈ જાતના કોઈના તરફથી ભય હાતા નથી.
૧૦ ગુપ્સા એટલે ઘણા. પરમાત્મા સચેતન તમામ પદાર્થમાં રહેલા તમામ પર્યાયાને જાણતા હેાવાથી તેમને પદાર્થની કોઇપણ અવસ્થા જેઇને જુગુપ્સા થતી નથી.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૧ શેક એ મોહનીય કર્મને એક પ્રકાર છે. પરમાત્મા મોહથી સર્વથા રહિત હોવાથી તેમને શેક હેતે નથી.
૧૨ કામ એટલે વિષયવિકાર પરમાત્મા કામ વિકારથી સર્વથા રહિત હોય છે.
૧૩ મિથ્યાત્વ એટલે સાચાને ખોટું અને બેટાને સાચું માનવું છે. પરમાત્મામાં આ મિથ્યાત્વ હેતું નથી. પરમાત્મામાં કોઈ પ્રકારને મેહ નહિ હોવાથી પિતાના મત ઉપર પણ મોહ હોતા નથી.
૧૪ ભગવાન સર્વજ્ઞ હેવાથી કોઈપણ જાતનું અજ્ઞાન એમનામાં હેતું નથી.
૧૫ પરમાત્મા જગતના ચરાચર સમગ્ર પદાર્થોને હમેશને માટે દેખતા હેવાથી નિદ્રા તેમને હેતી નથી. તેઓ સદાકાળ જાગૃત જ હોય છે.
૧૬ અવિરતિ એટલે ભગતૃષ્ણા. પરમેશ્વર ભોગ તૃષ્ણાથી સર્વથા રહિત હોવાથી તેમનામાં અવિરતિ નામનો દેષ હેતે નથી.
૧૭ જગતના તમામ પદાર્થો ઉપર તેઓ સમદષ્ટિવાળા હેવાથી તેમનામાં રાગ હેતે નથી. ૧૮ તેવી જ રીતે ષ પણ હેતે નથી.
કેવલ્યપદનાં નામો. અહીં ઉપર જણાવવામાં આવ્યા તે અઢાર દે એ ઘાતિકના પેટા ભેદે છે, એ દેને અભાવ થવાથી
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭પ એટલે કે ઘતિકર્મોને ક્ષય થવાથી અનુક્રમે કેવલ્ય એટલે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં એ કેવલ્યપદના અનેક શુભ નામે વર્ણવ્યાં છે. તેમાંના કેટલાંક નામ નીચે મુજબ છે.
મહાનંદપદ, અમૃતસ્થાન, સિદ્ધિગતિ. અપુનર્ભવાવસ્થા, શિવપદ, નિઃશ્રેયસપદ, નિર્વાણપદ, બ્રહ્મપદ, નિવૃત્તિસ્થાન, મહાદયપદ, સર્વદુઃખક્ષય, નિર્વાણપદ, અક્ષયપદ, મુક્તિ, મેક્ષ અને અપવગ ઈત્યાદિ–
કેવલ્યપદનાં સાધને. એ પદની અભિલાષાવાળા આત્માઓને મુમુક્ષુ, શ્રમણ, યતિ, વાચંયમ, સાધુ. અનગાર, ઋષિ, મુનિ, નિન્ય, ભિક્ષુ, તપોધન, યેગી. શમભૂત અને ક્ષાન્તિમાન્ ઈત્યાદિ શુભ નામથી સંબોધેલા છે. તપ, રોગ, સમતા અને ક્ષમા એ એમનું ધન હોય છે.
કેવલ્યપદનો ઉપાય. કેવલ્ય પદની સાધનાને શાસ્ત્રોમાં “ગ” પદથી સંબે. ધેલી છે. યોગ એ કેવલ્યપદ યાને મોક્ષને ઉપાય છે. એ યોગ જ્ઞાન. શ્રદ્ધા અને ચારિત્રસ્વરૂપ છે. યથાવસ્થિત તરવના અવાધને જ્ઞાન કહેવાય છે. સમ્યફ ત વિષેની રૂચિને શ્રદ્ધા કહેવાય છે. તથા સાવદ્યાગો-પાપવાળા વ્યાપારના ત્યાગને ચારિત્ર કહેવાય છે. એ ત્રણને એકત્ર સમાગમ એ મોક્ષને ઉપાય છે.
Page #203
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માના બાર ગણે.
શ્રી અરિહંત પરમાત્માના ચોત્રીસ અતિશય અને વાણીના પાંત્રીસ અતિશામાં કે તેમના બાર ગુણોને સમાવેશ થઈ જાય છે. છતાં શ્રી અરિહંત પરમાત્માની આરાધના મુખ્યપણે બાર ગુણથી થાય છે તેથી શ્રી અરિ હંત પરમાત્માના બાર ગુણેનું સ્વતંત્ર પ્રકરણ અત્રે આપવામાં આવ્યું છે, તેમાં પ્રથમ આઠ પ્રાતિહાર્ય સંબંધીને એક પ્રાચીન કલેક ભાવાર્થ સહિત આપી પછી દરેક પ્રાતિહાર્યને એક એક કલેક ભાવાર્થ સહિત આપવામાં આવશે એ રીતે પ્રભુના અષ્ટ પ્રાતિહાર્ય યુક્તપણાના ૮ ગુણે દર્શાવીને પછી અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય પૂજાતિશય અને વચનાતિશય એ નામના ચાર ગુણે દર્શાવી આ પ્રકરણમાં પ્રભુના બાર ગુણે બતાવવામાં આવશે.
અશોકવૃક્ષ મુકુદાવૃષ્ટિ વિષ્ણનિયામણાસનં વા भामंडलं दुन्दुभिरातपत्रं सत्प्रातिहार्याणि जिनेश्वराणाम् ।।
ભાવાર્થ-અશોકવૃક્ષ, દેવતાઓ વડે થતી પુષ્પવૃષ્ટિ, દિવ્ય અવનિ, ચામર, સિંહાસન ભામંડલ દુભિ અને છત્ર
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૭૭
એ પ્રકારે જિનેશ્વર ભગવાનના આઠ પ્રાતિહાર્યો છે. ભગ વાન જ્યાં વિહાર કરે છે, અથવા સમવસરે છે, ત્યાં ત્યાં દેવતાઓ પિતે ભક્તિભાવથી પ્રભુની કાયાથી બાર ગણું વિસ્તીર્ણ શાખાવાળું અશોકવૃક્ષ, ફૂલની વૃષ્ટિ, પ્રભુની દેશના મનહર રૂપ ધારણ કરે એ માટે સ્વરની પૂર્તિ, ભગવાનને વિજવા માટે રત્નજડિત વેત ચામ, ભગવાનને બેસવા માટે સુવર્ણમય સિંહાસન, પ્રભુના મસ્તકના પાછલા ભાગે જતિ મંડલ અને પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર અને આકાશમાં દુંદુભિ વાજિંત્ર રચે છે. આ પ્રાતિહાર્યોનું ધ્યાન કરતી વેળા આપણે કેવી ભાવના ભાવવી જોઈએ તેના ઉપર આચાર્ય ભગવંત શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજાએ બહુ જ કવિત્વભરી વાણીમાં સુંદર રીતે કહ્યું છે તે અહીં હવે પછી જણાવીએ છીએ.
પહેલા “અશોકવૃક્ષના પ્રાતિહાર્ય વિષે તેઓશ્રી ફરમાવે છે કે –
धर्मोपदेशसमये सविधानुभावा,दास्तां जनो भवति ते तरुरप्यशोकः । અષ્ણુને વિના મહીસોf, किं वा विबोधमुपयाति न जीवलोकः ।।
ભાવાર્થ - હે પ્રભુ ! આપ જ્યારે ધર્મોપદેશ આપે છો ત્યારે આપની પાસે વૃક્ષ પણ અશોક થઈ જાય છે. તે પછી મનુષ્યો કરહિત થાય એમાં આશ્ચર્ય જ શું છે ? વળી તેમ બને એ અસ્વાભાવિક પણ નથી, કારણ કે સૂર્યો.
૧૨
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૮ દય થવાથી મનુષ્ય જ માત્ર વિધ પામે છે એટલું જ નહીં કિંતુ વનસ્પતિ સુદ્ધા પણ પત્રસંચાદિ લક્ષણવાળી નિદ્રાને ત્યાગ કરી વિકાસને પામે છે, એ સર્વજન પ્રસિદ્ધ વાત છે.
બીજા પ્રાતિહાય “સુરપુષ્પવૃિષ્ટ” વિષે તેઓશ્રી ફર માવે છે કે
चित्रं विभो। कथमवाङ्मुखतमेव, विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः । त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश, · गच्छंति नूनमध एव हि बंधनानि ।
ભાવાર્થ- હે સ્વામિન્! દેવતાઓ જ્યારે પુપની વૃષ્ટિ કરે છે ત્યારે તે પુ િમુખ ઉંચું રાખીને તથા બીટ-બંધન નીચું રાખીને પૃથ્વી ઉપર પડે છે એ આશ્ચર્યકારક છે, પરંતુ તે પણ એક રીતે તે બનવાજોગ જ છે, કારણ કે આપની સમીપે શોભાયમાન કિંવા પવિત્ર મનવાળાનાં અંતર બાહા બંધને અધમુખ થાય અને ભાવ ઉન્મુખ થાય એ તે સ્વાભાવિક જ છે. પ્રભુના પ્રભાવથી ભવ્ય લેકના ચિત્ત ઉપર કેવી મનહર અસર થાય છે તેનું આમાં સૂચન કર. વામાં આવ્યું છે. જેવી રીતે પુ૫ના બંધને નીચે ઢંકાઈ રહે છે અને પાંદડીઓ વિકસી રહે છે તેવી જ રીતે પ્રભુના દર્શન માત્રથી ભવ્ય પ્રાણીઓના રોમરોમમાં વિશ્વરતા પ્રાપ્ત થાય છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ત્રીજા પ્રાતિહાર્ય “દિવ્યવનિ' વિષે તેઓશ્રી પ્રકાશે
स्थाने गभीर हृदयोदधिसंभवायाः, पीयूषतां तव गिरः समुदीरयंति । पीत्वा यतः परमसंमदसंगभाजो,
भव्या ब्रजति तरसाऽप्यजरामरत्वम् ॥ ભાવાર્થ - સમુદ્રમંથનને અંતે સમુદ્રમાંથી જેવી રીતે અમૃત બહાર આવ્યું હતું અને તેના પાનથી દેવતાઓ અમર બન્યા હતા તેવી રીતે હે પ્રભે ! આપની વાણ ગંભીર હદયરૂપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલ અમૃતને જ બહાર કાઢે છે, તે સ્વાભાવિક છે. કારણ કે તેના પાનથી ઉત્કટ હર્ષવાળા ભવ્યાત્માઓ જલ્દીથી અજર-અમર પદને પામી જાય છે. અર્થાત આપને દિવ્યવનિ અને અમૃત એક સરખા જ સુખકર તથા કલ્યાણુકર છે. ચેથી પ્રાતિહાર્ય “ચામર અંગે તેઓશ્રી દર્શાવે છે કે - स्वाभिन् ! सुदूरमवनम्य समुत्पतंतो, मन्ये वदंति शुचयः सुरचामरौघाः ।। येऽस्मै नतिं विदधते मुनिपुंगवाय, ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः ॥ ભાવાર્થ - હે સ્વામિન્! મને એમ લાગે છે કે પવિત્ર દેવતાઓ વડે વિજાતા ચામરેના સમૂહ કે જે અત્યંત નીચે નમીને ઉછળે છે તેને ઉદ્દેશ મનુષ્યોને એ ઉપદેશ
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૭૦
આપવાનો જણાય છે કે જે મનુષ્યા આ મુનિપુ ગવ -તીથકર પ્રભુને નમસ્કાર કરે છે તે ખરેખર 'ચી ગતિવાળા અને ઉચ્ચ ભાવવાળા અને છે. ” બીજા શબ્દોમાં કહીએ તે આ ચામરા જણાવે છે કે અમે પણ પ્રભુ આગળ પ્રથમ મસ્તક નમાવીએ છીએ અને એ લઘુતા જ અમને ઉત્ર ગતિએ પહોંચાડે છે.
;
પાંચમા પ્રાતિહાય સિંહાસન ’ વિષે તેઓશ્રી પ્રરૂપે
છે કેઃ
"
श्यामं गभीरगिरमुज्ज्वलहेमरत्न, - सिंहासनस्थमिह भव्य शिखंडिनस्त्वाम् । आलोकयंति रभसेन नदंतमुच्चेचामीकराद्विशिरसीव नववाहम् ॥
ભાવાર્થ :- વિજીવરૂપી મયૂરી આ સમવસરણને વિષે ઉજવલ ડેમ અને રત્નથી જડેલા સિ’હાસનમાં બેઠેલા શ્યામવયુક્ત અને ગ‘ભીર વાણીવાળા આપને જેવી રીતે મેરુ પર્વતના શિખરમાં ઊંચે સ્વરે શબ્દ કરતા-ગજના કરતા નવીન મેઘને જ જુએ. તેમ ઉત્સુકપણાથી જુએ છે. અર્થાત્ મેરુપર્યંતના સ્થાને સિહાસન સમજવું અને મેઘના સ્થાને પ્રભુ શ્યામ શરીર, મયૂરેના સ્થાને ભવ્ય જીવા તથા ગર્જનાને સ્થાને પ્રભુની વાણી સમજવી.
છઠ્ઠા પ્રાતિહાય શ્રી ‘ ભામંડળ ' સ‘બ‘ધી તેઓશ્રી લખે છે કેઃ
उद्गच्छता तव शितिद्युतिमंडलेन, लुप्तच्छदच्छविरशौकतरुर्बभूव ।
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૧ सान्निध्यतोऽपि यदि वा तव वीतराग, नीरागतां व्रजति को न सचेतनोऽपि । ભાવાર્થ - ભગવાનના મહાતેજસ્વી ભામંડલને લીધે અશોકવૃક્ષની પત્રકાંતિ તથા રક્તતા પણ લપાઈ ગઈ, તેનું કારણ સ્પષ્ટ જ છે કે રાગ-દ્વેષ રહિત શ્રી વીતરાગ ભગવાનની સમીપતાના પ્રભાવે ચેતનવંત પ્રાણુ નિરાગતા કિંવા નિર્મમત્વ ભાવને પામે એમાં આશ્ચર્ય જ નથી. પ્રભુની વાણી સાંભળવાથી જે અનહદ લાભ થાય છે તેને એક બાજુ રાખીએ, પ્રભુના દર્શનથી જે દેવી આનંદ પ્રગટે છે તેને પણ એક તરફ રહેવા દઈએ તે પણ પ્રભુની સમીપ તામાં રહેવા માત્રથી પણ કેટલો લાભ થાય છે તેનું આ લોકમાં સૂચન કરવામાં આવ્યું છે.
સાતમા પ્રાતિહાર્ય “દુંદુભિ' વિષે કેવી ભાવના સેવવી જોઈએ એ દર્શાવતા તેઓશ્રી કહે છે કે -
भो भो: प्रमादमवधूय भजध्वमेन,मागत्य निवृतिपुरि प्रति सार्थवाहम् । एतन्निवेदयति देव जगत्त्रयाय, मन्ये नदन्नभिनभः सुरदुन्दुभिस्ते ।। ભાવાર્થ- પિતાની ગજેના વડે આકાશને ઘેરી લેતો અને શoદાયમાન કરતે દેવદુંદુભિને નાદ જગતને એમ સંબોધી રહ્યો છે કે “હે ત્રણ જગતના પ્રાણીઓ ! આલસાદિ અંતરંગ શત્રુઓને ત્યજી દઈ આ શ્રી તીર્થકર પ્રભુ કે જે તમને મોક્ષમાર્ગ દર્શાવનાર
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૨ છે તેમની પાસે આવે અને તેમનું શરણ સ્વીકારે." આ પ્રાતિહાર્યથી પ્રભુ જગત ઉદ્ધારક તથા જગતને અભયદાન આપનારા છે એમ સૂચિત થાય છે.
છેલલા “છત્રત્રયી ” નામના આઠમા પ્રાતિહાર્ય વિષે તેઓશ્રી વદે છે કે -
उद्योतितेषु भवता भुवनेषु नाथ, तारान्वितो विधुरयं विहताधिकारः । मुक्ताकलापकलितोच्छ्वसितातपत्र,
व्याजास्त्रिधा धृततनुर्धवमभ्युपेतः ।। ભાવાર્થ - હે પ્રભુ આપની ઉપર જે ત્રણ છત્ર જેવું દેખાય છે તે છત્ર નથી પરંતુ મૂક્તાના સમૂહથી યુક્ત અને ઉલ્લસિત એવા છત્રના બહાનાથી ચંદ્ર પોતે પોતાના તારા મંડળ સાથે ત્રણ પ્રકારનું શરીર ધારણ કરી આપની પાસે સેવા અર્થે હાજર થયો હોય એમ લાગે છે. ચંદ્ર તમારી સેવામાં હાજર થાય એમાં નવાઈ પણ નથી, કારણ કે તેને અધિકાર જગતને જે પ્રકાશ આપવાનો હતો તે આપના પ્રકાશથી હણાઈ ગયા હતા, કેમકે આપ પોતે જયાં ત્રણ ભુવનને પ્રકાશિત કરતા હો ત્યાં ચંદ્ર બિચારો નિષ્ફળ થાય એમાં કંઈ આશ્ચર્ય નથી ! - આ અષ્ટ પ્રાતિહાર્યનું સ્વરૂપ સંક્ષેપમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પણ શ્રી વીતરાગ તેત્રમાં બતાવ્યું છે, તેને પણ પ્રસંગોપાત્ત અહીં મૂળ કલેક અને તેના અર્થ સહિત જણાવવામાં આવે છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ॰ વિરચિત શ્રી વીતરાગ સ્તાત્રના આધારે આઠ પ્રાતિહાર્યાંનુ′ સ્વરૂપ ઃ—
(૧) અશાકવ્રુક્ષ પ્રાતિહાય,
નાન્તિવાહિનિત,-નૃત્યનિય પર્વષ્ઠઃ । તંતુનુનિ તોડો, મોતે ચચાવઃ || ? ||
હે નાથ ! ભ્રમાના શબ્દ વડે જાણે ગાયન કરતા હોય, ચ'ચલ પાંદડાઓ વડે જાણે નૃત્ય કરતા હોય તથા આપના ગુણા વડે જાણે રક્ત-રાતા બન્યા હાય, તેમ આ અશેાક વૃક્ષ હર્ષ પામે છે. (૧)
(૨) સુરપુષ્પવૃષ્ટિ પ્રાતિહા
आयोजनं सुमनसोऽधस्तान्निक्षिप्तबन्धनाः । जानुदघ्नीः सुमनसो देशनोर्व्या किरन्ति ते ॥ ५ ॥
હે નાથ ! એક ચેાજન સુધી જેનાં ડીંટડા નીચા છે એવા જાનુપ્રમાણ પુષ્પાને દેવતાએ! આપની દેશનાભૂમિને વિષે વરસાવે છે. (૨)
Page #211
--------------------------------------------------------------------------
________________
(૩) દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્ય. मालवकैशिकीमुख्य -ग्रामरागपवित्रितः । तव दिव्यो ध्वनिः पीतो हाँग्रोवमृगरपि ॥ ३ ॥
માલકોશ વિગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલ આપને વનિ હર્ષ વડે ઉચી ગ્રીવાવાળા બનેલા હરણીયાઓ દ્વારા પણ પીવા છે. (૩)
(૪) ચામર પ્રાતિહાર્ય. तवेन्दुधामधवला. चकास्ति चमरावली । દંતાવિ વન્નાદા,-પરિવર્યાવરાળા | ક |
ચંદ્રની કાંતિ સમાન ઉજજવળ એવી ચામરોની શ્રેણિ જાણે આ૫ના મુખકમલની સેવામાં તત્પર થયેલી હિંસની શ્રેણી ન હોય, તેમ શેભે છે. (૪)
(૫) સિંહાસન પ્રાતિહાર્ય. मृगेन्द्रासनमारूढे, त्वयि तन्वति देशनाम् । श्रोतुं मृगास्समायान्ति, मृगेन्द्रमिव सेवितुम् ॥ ५ ॥
હે પ્રભો ! આપ જ્યારે દેશના દેવા માટે સિંહાસન પર આરૂઢ થાઓ છે ત્યારે આપની દેશના શ્રવણ કરવા માટે હરણયાઓ આવે છે, તે જાણે પિતાના સ્વામિ મૃગેન્દ્રની સેવા કરવા માટે આવતા હોય તેમ લાગે છે. (૫)
(૬) ભામંડળ પ્રાતિહાર્ય. भासां चयः परिवृतो, ज्योत्स्नाभिरिव चन्द्रमाः । चकोराणामिव दृशां, ददासि परमां मुदम् ॥ ६ ॥
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૫
સ્મા વડે વિટાયેલો ચંદ્રમા જેમ ચકોર પક્ષીએના નેત્રોને આનંદ આપે છે, તેમ તેજના પૂજ સ્વરૂપ ભામંડલ વડે વીંટાયેલા આપ સજજનોની ચક્ષુઓને પરમ આનંદ આપો છો. (૩)
(૭) દુદુભિ પ્રાતિહાર્ય. दुन्दुभिर्विश्वविश्वेश! पुरो व्योम्नि प्रतिध्वनन् । जगत्याप्तेषु ते प्राज्यं, साम्राज्यमिव शंसति ॥ ७ ॥
હે સર્વ વિશ્વના ઈશ! આકાશમાં આપની આગળ પડઘો પાડતે દેવદુંદુભિ, જાણે જગતને વિષે આપ્ત પુરુ
માં આપનું પરમ સામ્રાજ્ય છે એમ કહેતે ન હોય, તેમ દવનિત કરે છે. (૭)
(૮) છત્રયી પ્રાતિહાર્ય. तवोर्ध्वमूर्ध्वपुण्यर्द्धि -क्रमसब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुवन,-प्रभुत्वप्रौढिशंसिनी ॥ ८ ॥
વધતી જતી એવી આપની પુણ્ય ઋદ્ધિના ક્રમ સમાન ઉપરાઉપરી રહેલાં ત્રણ છત્રે જાણે ત્રણ ભુવનના વિષે રહેલી આપની પ્રભુતાની પ્રૌઢતાને કહી રહ્યા છે. (૮)
આ રીતે આઠ પ્રાતિહાર્યો એ પ્રભુના આઠ ગુણો થયા હવે અહીં અપાયા પગમ આદિ ચાર ગુણે દર્શાવવામાં આવે છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
() અપાયા પગમ અતિશય. પ્રભુને આ અપાયાપરામ નામને અતિશય બે પ્રકારે હોય છે એક સામાન્ય અને બીજો વિશેષ. તેમાં સામાન્યમાં પિતામાં અઢાર પ્રકારના દેને જે નાશ થાય છે તે સમજ
અને વિશેષ અર્થમાં શ્રી અરિહંત પરમાત્મા વિચરતા હોય ત્યાંથી ચારે બાજુના સવાસે જનમાંથી મારી મરકી આદિ ઉપદ્ર શાંત થઈ જાય છે.*
(૧૦) જ્ઞાનાતિશય, અઢારેય દૂષણે નાશ પામ્યાથી તીર્થંકર પરમાત્મામાં કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રગટે છે. તેનાથી લોક, અલક સમસ્ત જગતના સર્વ જી અને સર્વ પુદ્ગલાદિ અજવા દ્રવ્યોની સર્વ ભૂત ભાવી–વર્તમાનકાળની દરેકે દરેક અવસ્થા ભગવાન પ્રત્યક્ષ જાણે છે અને જુએ છે. એમનાં અનંતજ્ઞાનદર્શનમાં જોવા-જાણવામાંથી કયાંય કશું જ બાકી રહેતું નથી, તે પણ મનને ઉપગ મૂક્યા વિના સદા જેતા જાણતા જ બિરાજે છે. દાખલા તરીકે જેમ દર્પણમાં સહજ ભાવે એની સામેની બધી ખુલી ચીજોનું એકી સાથે પ્રતિબિંબ પડે છે એવી રીતે આ અનંતજ્ઞાન દર્શનમાં સમસ્ત દ્રવ્યના ત્રિકાળવર્તી ભાવ જાણે પ્રતિબિંબિત થાય છે, દરેક ભાવ પર જ્ઞાનને પ્રકાશ પડે છે. આવા જ્ઞાનથી એ
* જેનું વર્ણન આ પુસ્તકમાં અન્યત્ર કરવામાં આવ્યું છે. ૪ આનું વર્ણન પણ આ પુસ્તકમાં અન્યત્ર કરવામાં આવ્યું છે.
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૮૭
પ્રભુ સર્વજ્ઞ બન્યા. તેથી એમનામાં હવે લેશમાત્ર અજ્ઞાનતા નથી. એટલે કે જગતમાં કયારેય, કયાંય પણ કઈ પણ બનેલ પ્રસંગ, પદાર્થ કે પ્રવૃત્તિને ન જાણવા-જોવાપણું નથી. એ બધું જેવા મુજબ જ જે ત જેવા રૂપે છે, તે રૂપે જ એ ઉપદેશ છે. મોક્ષ-સંસારનું વરૂપ અને મોક્ષ માર્ગ બરાબર વર્ણવે છે. તેથી તેમાં અસત્યને લેશ પણ નથી હેતે. વળી પૂર્વોક્ત રાગ-દ્વેષાદિ અઢાર દૂષણે નીકળી જવાથી સાચું જાણવા છતાંય એ દેના નિમિત્ત બોલાતું જૂ ડું બોલવાને પણ, અહીં અવકાશ નથી, માટે જ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનો જ ઉપદેશ યથાર્થ, સત્ય, વિશ્વસનીય અને આદરણીય હોય છે.
(૧૧) પૂજાતિશય - શ્રી અરિહંત પરમાત્મા પિતાના ચરમ ભવમાં સાધુપણાને સ્વીકાર કરીને અપ્રમત્ત સાધના દ્વારા જ્યારે તેઓ વીતરાગ-સર્વજ્ઞ બને છે ત્યારે તીર્થંકરપણાનું પુણ્ય પ્રગટ થાય છે અને તે વખતે સ્વર્ગમાંથી ઈન્દ્રો અને અનેક દેવદેવીઓ અહીં આવી ભગવંતની ભારે પૂજાભક્તિ કરે છે તેઓ આઠ પ્રાતિહાર્યોની શભા કરે છે. પ્રભુના સમવસરણની શોભા અલૌકિક હોય છે. તે સમવસરણમાં પ્રભુની આસપાસ બાર પર્ષદા બેસે છે, તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચાર, અને વ્યંતર, ભવનપતિ, જ્યોતિષી, વૈમાનિકના દેવ તથા દેવીએ એ આઠ, એમ કુલ બાર પર્વદા હેય છે. પ્રભુની સામે જમણા હાથે સૌથી આગળ
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ગણધર ભગવાન બેસે છે પછી કેવળજ્ઞાની મહર્ષિએ, પછી મન:પર્યવજ્ઞાની વગેરે મહદ્ધિક સાધુઓ તથા પાછળ બીજા સાધુ મહારાજ હોય છે. પછી પાછળ વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ ઉભી હોય છે. પ્રભુ ત્યાં સમવસરણમાં ધર્મની અને તાવની દેશના આપે છે અને અનેક જીવને બધ પમાડી એમના મિથ્યાત્વાદિ દેશે હઠાવીને એમને સાધુપણું. શ્રાવકપણું અને સમ્યક્ત્વાદિ આપે છે.
(૧૨) વચનાતિશય, પ્રભુ જે દેશના આપે છે, તે વાણ પાંત્રીસ ગુણવાળી હોય છે એનું વર્ણન આ પુસ્તકમાં અન્યત્ર કરવામાં આવ્યું છે. એ વાણીમાં એવી તે મીઠાશ રહેલી હોય છે કે તેને દષ્ટાંતથી સમજવું હોય તો ધારો કે એક બાજુ જેઠ માસનો ધીખત તાપ છે, બીજી બાજુ શેઠની ધમકીથી ભારે લાકડાને ભારે, માથે ઉંચકી કોઈ દુબળ ડોશી અત્યંત થાકેલી અને બહુ ભૂખ તરસથી ખાન પાનની ઉતાવળમાં ઝટપટ ઝટપટ ચાલી આવતી હોય, અને ત્યાં એમાંથી એકાદ લાકડું નીચે પડી ગયું તેને લેવા એક હાથે માથે ભાર પકડી રાખી કેડેથી નમી બીજો હાથ નીચે નમાવે. બરાબર એટલામાં જ ધારે કે નજીકમાં રચાયેલા સમવસરણ પરથી નીકળેલી પ્રભુની મધુરી વાણીનો સુર ડેશીના કાન પર પડે, તે એ સાંભળવાના રસમાં એમ જ વાંકીને વાંકી વળેલી વળેલી ઉભી રહી જાય અને ભૂખ, તરસ, થાક, અશકિત, દુઃખ એ બધું ભૂલીને મહા આનંદમાં મગ્ન થઈને એ
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૯ વાણીને સાંભળ્યા જ કરે ! એટલી બધી મિઠાશ પ્રભુની વાણમાં હોય છે ! વળી તે વાણી સર્વ પ્રકારના પશુ, પંખી, માનવ અને દેવો પોતપોતાની ભાષામાં સારી રીતે સમજી શકે છે. તેમ જ માત્ર એક પ્રકારે બોલાયેલું પણ પ્રભુવચન અનેક જીના હૃદયમાં ઉઠતા જુદા જુદા અનેક સંદેહાને એકી સાથે દૂર કરી દે છે ! પ્રભુની વાણીના પ્રભાવ આગળ ભલભલા વાદીઓ પણ પોતાના વિવાદ-કુતર્ક ચલાવી શકતા નથી; કિન્તુ સાંભળતાં જ બેસી રહે છે. અનંત જ્ઞાનને ધરનારા પ્રભુ પર્ષદાના સર્વ પ્રશ્નોના ઉત્તર કહી શકે છે. કેવળજ્ઞાનના બળથી જીવોના અનંત ભો અને અનંતાનંત પરમાણુના અનંત કાળના પર્યાયો પ્રભુ હાથમાં રહેલા સ્પષ્ટ મોટા આમળાની જેમ પ્રત્યક્ષ જૂએ છે. કારણ કે એમનાથી કોઈ અજાણ્યું હોતું નથી. આ રીતે અરિહંત પરમાત્માના બાર ગુણની વિગત અહીં સંક્ષેપમાં પૂર્ણ થાય છે.
જિનવાણી મહિમા. અનંત અનંત નાણું, જાસ મહિમા ગવાણી, સુરનર તિરિ પ્રાણિ, સાંભળે જાસ વાણી; એક વચન સમઝાણી, જેહ સ્યાદવાદ જાણું, તર્યા તે ગુણખાણી, પામિયા સિદ્ધિરાણી. ૧ સુપાશ્વ જિનવાણી, સાંભળે જેહ પ્રાણી, હૃદયે પહેચાણી, તે તર્યા ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણખાણી, સૂત્રમાં જે ગુથાણી; ષ દ્રવ્યશુ જાણી, કમ પીલે ક્યું ઘાણી, ૨
Page #217
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માની માતાને આવતા
ચૌદ સ્વપ્નનું કિંચિત્ રહસ્ય. શ્રી તીર્થંકર પરમાત્મા જ્યારે માતાના ગર્ભમાં આવે છે, ત્યારે તેમના મહાન પ્રભાવે તેમની માતાને નીચે મુજબ ચૌદ સ્વપ્નાં આવે છે.
પહેલે ગજવર દી, બીજે વૃષભ પ ત્રીજે કેસરીસિંહ, ચોથે લક્ષ્મ અમિઠ. ૧ પાંચમે કુલની માળા, હે ચંદ્ર વિશાળા, રવિ રાત વિજ મેટો, પૂરણ કળશ નવિ છોટા ૨ દશમે પા સરોવર, અગિયારમે રત્નાકર, ભવનવિમાન રત્નજી, અગ્નિશિખામવ.૩
આ ચૌદ સ્વપ્નમાં કેટલે ગંભીર આશય રહેલે છે તેને સંક્ષિપ્ત સાર નીચેના કાવ્યોમાં અર્થ સહિત આપ વામાં આવ્યું છે. પહેલે સ્વને ગજવર દીઠે, ચાર ઇંતિ મહારેજી, ચાર પ્રકારે ધર્મ પ્રકો, ભવિ જીવને હિતકારે;
સુણે ભવિ પ્રાણજી રે. (૧) અર્થ–શ્રી તીર્થકરની માતા પ્રથમ સ્વપ્નમાં હાથી જૂએ છે. આ હાથી સામાન્ય હાથી નથી તે, પણ
Page #218
--------------------------------------------------------------------------
________________
હાથીઓના રાજા તરીકે જેને ગજપતિ કહી શકાય તે ગજવર હોય છે. તેના ચાર મનહર દાંતે હોય છે. એ ચાર દાંતે ચાર પ્રકારના ધર્મોનું અર્થાત્ દાન, શીલ, તપ, ભાવનું સૂચન કરે છે. ઇંદ્ર માતાજીને કહે છે કે- આ ચાર દાંત જેમ હાથીના મુખમાંથી બહાર નીકળ્યા છે તેમ તમારા મહાપુરૂષાથી અને ઉન્નત પુત્રના મુખમાંથી પણ ધર્મોપદેશનું દિવ્ય કુરણ થશે, અને એ ઉપદેશને અવધારી ભવ્ય છે પરમ કલ્યાણને સાધશે ચાર પ્રકારને ધમ કહેવાથી તેમાં સર્વ પ્રકારની ક્રિયાઓ, સિદ્ધાંતે તથા વિધિ-નિષેધ સમાઈ જાય છે. દાનથી માણસનું હૃદય ઉન્નત થાય છે. અભિમાન, મોહ, આદિ આંતરિક શત્રુઓ દાનગુણથી પરાજિત થાય છે. શીલથી મનુષ્યનું ચારિત્ર દેદીપ્ય માન બને છે, તપથી અંતર-બાહ્યની વિશુદ્ધિ થાય છે અને ભાવનાથી આત્માનું– હદયનું-મનનું અને શરીરનું બળ સવિશેષ સ્કૂત્તિ પ્રાપ્ત થવાની સાથે પરમ કલ્યાણક્ષને સાધી શકે છે. ત્રિપદીના સારા માત્રથી કેવલી ભગવાન જેમ સંસારનું આબેહૂબ ચિત્ર દર્શાવી આપે છે, તેમ ચાર પ્રકારના ધર્મ થી સર્વજ્ઞ ભગવાન ધર્મનાં સર્વ રહસ્યોનું ટુંકામાં સૂચન કરી દે છે. દાન, શીલ, તપ, ભાવથી અતિરિક્ત એ કઈ ધમ ઉદભવ્યો નથી, તેમ ઉદ્દભવે એ સંભવ પણ નથી એ ચાર પ્રકારના ધર્મોમાંથી જ એકેક પ્રકારને આશ્રય લઈ અનેક ધર્મો આજ સુધીમાં પ્રવર્યા છે.
ક્ષના
* ચિત્ર કાવથી પ
બીજા સ્વપ્નમાં ગગન મંડળમાંથી ઉજજવળ વૃષભ
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૧
આવતા જાય છે, તેના આશય સ્પષ્ટ કરતાં કવિ શ્રીજી કડીમાં કહે છેઃ
રૂષભ સ્વપ્નથી ભરતક્ષેત્રમાં, એધિષ્મીજને વાવેજી, બીજે સ્વપ્ને ધારી ઉજવલ, ગગનમ°ડળથી આવે; સુણા ભવ પ્રાણી જી રે, (૨)
વ્યવહારમાં સાધારણ રીતે રૂષભ-બળદને બહુ ઉપયોગી પ્રાણી લેખવામાં આવે છે, કારણ કે તેથી જમીન ખેડાય છે, અને ક્ષેત્ર રસયુક્ત અને છે. ખેડીને તૈયાર કરેલી જમી નમાં જો બીજા નિક્ષેપ કરવામાં આવે તે તે બીજ ફળફુલયુક્ત બન્યા વિના રહે નહીં. ઇંદ્ર મહારાજ તીથ કરની માતાજીને કહે છે કે- તમારા આ ભાવી પુત્ર રૂષભ સમાન મનશે અને ભરતક્ષેત્રને ખેડીને તેમાં એધિખીજના નિક્ષેપ કરશે ભરતક્ષેત્ર એમ કહેવાનુ કારણ એટલુ જ છે કે એ ક્ષેત્ર સર્વ અનાય ક્ષેત્રની અપેક્ષાએ સર્વોત્તમ મનાય છે ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્યનાં અંતઃકરણા એવાં નિળ અને રસયુક્ત હોય છે કે જે તેમાં ખીજનુ વાવેતર કરવામાં આવે તે તે ફળીભૂત થયા વિના રહે નહી. એટલા માટે ભરતક્ષેત્રમાં જન્મ હોવા એને આપણાં શાસ્ત્રોમાં પરમ સૌભાગ્યનું ચિહ્ન લેખવામાં આવ્યું છે. તીથ’કર જેવા ખાસ કરીને આવા આય ક્ષેત્રમાં જ જન્મ લે છે, અને પેાતાની વાણી દ્વારા અનેક જીવાને ચારિત્રના લાભ આપે છે. આજે આ ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન્ પોતે સશરીરે વિદ્યમાન નથી છતાં તેમની વાણીના જે દિવ્ય અંશે આ કાળે પણ રહી ગયા છે તેનાથી ઉત્તમ જીવા ધારે તા
Page #220
--------------------------------------------------------------------------
________________
પિતાનું ઈષ્ટસાધ્ય બિંદુ બહુ સહેલાઈથી સાધી શકે તેમ છે. આપણે સૌ શ્રી તીર્થ કર ભગવાન જે બેધિબીજો આ ક્ષેત્રમાં વાવતા ગયા છે, તેને લાભ લઈ મુક્તિના માર્ગે ચાલીએ તે આપણે નરજન્મ, ભરતક્ષેત્રની પ્રાપ્તિ તથા શ્રાવકકુલમાંને જન્મ એ સર્વ અવશ્ય સફળ થાય.
ત્રીજા સ્વપ્નમાં માતાજી સિંહ કેસરીનું દર્શન કરે છે. આ સિંહદર્શનનું રહસ્ય સમજાવતાં કવિવર ત્રીજી કડીમાં કહે છે – ત્રીજે સ્વપ્ન સિંહ વિલકી, માનાદિક જે હાથીજી, તેનું માન તેડીને તુજ સુત, થાશે ધરમને સાથીજી;
સુણે ભવિ પ્રાણીજી રે. (૩) તીર્થકર ભગવાન મદનાદિ અરિને હણવામાં સિંહ સમાન થશે. જેવી રીતે અરણ્યમાં સ્વછંદતાથી વિચારતા મમત્ત હાથીઓના કુંભસ્થળને કેસરીસિંહ એક પલકમાં
અનાયાસે ભેદી શકે છે, તેવી રીતે તમારો આ પુત્ર મદન રૂપી હસ્તીને પરાસ્ત કરવામાં સિંહ સમાન થશે મદન પાસે આદિ શબ્દ મૂકયે છે, તે ઉપરથી કોધ, માન, મદ, મોહ, લોભ આદિ અંતરંગ વૈરીઓને પણ પરાભવ કરશે એમ સમજી લેવાનું છે. વસ્તુતઃ જ્યાં સુધી કેઈપણ મનુષ્ય પોતાના અંતરંગ શત્રુઓ ઉપર અધિકાર જમાવી શકે નહીં, ત્યાં સુધી તે સાચો ધર્મ પામી શકે નહીં. સારાંશ કે જેઓ અંતરંગ શત્રુઓરૂપી ગજવર પ્રતિ કેસરીસિંહ ૧૩.
Page #221
--------------------------------------------------------------------------
________________
જ
સમાન થઇ શકે છે અને અંત-ખાદ્ઘ શત્રુએના ખળને નિમૂળ કરી શકે છે તે જ પુરુષવરા યથાથ ધર્યાંના સાથી ખની શકે છે, એમ કહેવાના પણ આ કાવ્યકર્તાના આશય છે. સિંહ એ જગલના રાજા કહેવાય છે. તે વામાં અને ઉપવનમાં નિભ ય રીતે વિહરી શકે છે, કારણ કે તેને કોઇપણ પ્રકારના ભય હોતા નથી. મનુષ્યએ પણ ધમના માગમાં નિરતર સિ'હની માફ્ક નિર્ભયતાથી અને અડગતાથી વિચરવુ જોઇએ, પણ આમ કયારે બની શકે? જો આપણે આપણા અંતરના અએિને જીતી લઈ શકીએ; તે જ આપણે શાંતિ તથા નિભાઁયતાપૂર્વક ધમના માર્ગોમાં આગળ વધી શકીએ. કામ-ક્રોધાદિ શત્રુઓનું પ્રાભલ્ય જ્યાં સુધી 'તરમાં વર્ત્યા કરે છે, ત્યાં સુધી મનુષ્ય સર્જંદા પરાધીન રહે છે. વંદન છે તે પરમાત્મસ્વરૂપ તીથ કર ભગવાનને, કે જેઓએ ષરિપુઓને હણવામાં કેસરી સમાન વી ફારવી જગતમાં મહાન દૃષ્ટાંત આપ્યું છે, અને જેમના પગલે ચાલી અનેક ભવ્ય જીવા મુક્તિના માગ પામ્યા છે, તથા ભવિષ્યમાં પણ પામશે. હું પ્રભુ! હું અનંત દયામય ભગવાન્ ! અમે પણ આપની માફક અમારા અંતરંગ કામક્રોધાદિ શત્રુએરૂપી હાથીએને હવામાં કયારે સિ'હુ સમાન ખની શકીશું ?
1
હવે ચાથા સ્વપ્નનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી નીચે પ્રમાણે કહે છે —
Page #222
--------------------------------------------------------------------------
________________
ચેાથે સ્વને લમી દીઠી. વરસીદાનને દેશેજી; તીર્થકર એ લમી ભેગી, શિવવઘૂ કમળા વરશેજી;
સુણે ભવિ પ્રાણજી રે. (૨) તીર્થંકરની માતા ચોથા સ્વપ્નમાં લક્ષ્મીના દર્શન કરે છે. આ લક્ષ્મી આપણા જેવા પામર મનુષ્યને જેવી રીતે બંધનકતાં થાય છે અને સંસારના ઉંડા કીચડમાં ઉતારી દેનારી થાય છે, તેવી રીતે તીર્થંકર પ્રભુને બંધનકર્તા થતી નથી, પરંતુ વરસીદાનના અવસરે પ્રાણીઓને મુક્ત હસ્તે દાન આપવામાં એને સદુપયોગ થાય તે માટે એ લક્ષમી સદા તીર્થકર ભગવાન પાસે બે હાથ જોડીને ઉભી રહે છે. લક્ષ્મીને સાચો ઉપયોગ શું હોઈ શકે, એ વાત ઉપર આ સ્વપ્ન બહુ ગંભીરતાથી પ્રકાશ નાખે છે. લક્ષમીની પ્રાપ્તિ માટે જે મનુષ્ય પાપકર્મો કરતાં આંચકે ખાતા નથી એની પ્રાપ્ત થતી હોય તે અઢાર પાપસ્થાનકે સેવતાં જેમને લેશ પણ સંકોચ થતું નથી, તેમણે આ સ્વપ્ન ઉપરથી ખાસ બોધ ગ્રહણ કરવાની જરૂર છે. લક્ષમીનો જે આપણે ખરેખર ઉપગ કર હોય તે તેના દાસ ન બનવું જોઈએ. કારણ કે લક્ષ્મીના ગુલામ કદાપિ આત્મકલ્યાણ કરવાને શક્તિમાન્ થઈ શક્તા નથી. લક્ષ્મીનું દાન કરવું અને પુણ્યને જે સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને ત્યાગ કરે એ જ લક્ષમીને સાચો ઉપભોગ છે. આપણે પ્રથમ સ્વપ્નદર્શને જઈ ગયા છીએ કે તીર્થકર ભગવાન ચાર પ્રકારના ધર્મોનો પ્રકાશ કરે છે, તેમાં દાનને પ્રથમ પદ આપવામાં આવ્યું છે. પ્રભુ પિતે ધમને પ્રકાશ કેવળ
Page #223
--------------------------------------------------------------------------
________________
વાણીથી જ નથી કરતા, પણ પિતાના વર્તનથી દાનધમની મહત્તા જગતને જાહેર કરે છે. પિતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મી જેઓ નિરહંકારપણે પિતાના સાધર્મિક બધુઓના હિતાર્થે તથા જગતના સર્વ પ્રાણીઓના કલ્યાણાર્થે વાપરી શકે છે, તેઓ ક્રમે ક્રમે શિવવધૂ પ્રાપ્ત કરી શાશ્વત સુખ મેળવવા ભાગ્ય શાળી થાય છે. પ્રભો! યત્કિંચિત્ પણ લક્ષમી અમે પ્રાપ્ત કરી શક્યા હોઈએ તે તેને સદુપગ કરવાનું અર્થાત્ દાન કરવાનું અને બળ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
પાંચમાં સ્વપ્નનું સ્પષ્ટીકરણ કરતાં કવિવર કહે છે કે – પાંચમે સ્વને કુસુમની માળા, સવી જન શિરપર ધારેજી, તિમ ભવિ જીવના, તુજ સુતર પાપ-તાપ વી ટાળે છે;
સુણે ભવિ પ્રાણુજી રે. (૫) કુસુમાદિ સુગંધી દ્રવ્યો જેમ દુધીને દૂર કરી પોતાની સુવાસ પ્રકટાવે છે, તેવી રીતે હે તીર્થકર ભગવાનની પ્રાતઃ સ્મરણીય જનનિ ! તમારે પુત્ર પણ કુસુમની માળાની પેઠે ભવિ જીનાં અંતઃકરણમાં રહેતી દુગધી દૂર કરી તેમનાં ભિક્ત હૃદયને પણ કુસુમની માફક સુગંધી ફુરાવતાં બનાવી દેશે. પ્રચંડ પ્રીમની જવાળાથી સંતપ્ત વિલાસી જ કુસુમમાળાઓને કંઠમાં ધારણ કરવાથી જેવી રીતે શાંતિ અને તૃપ્તિ અનુભવે છે, તેવી રીતે તમારો પુત્ર પણ ભવિ જોના પાપ તાપને દૂર કરનાર તથા અપૂર્વ શાંતિ આપ
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૭
નારા થશે એટલુ જ નહીં, પણ જગતમાં પુણ્યરૂપી પુષ્પની સુગંધી પ્રસરાવનાર પણ થશે પુષ્પાને અહુ જ પવિત્ર લેખવામાં આવે છે તેનુ કારણ દર્શાવતા એક કવિએ વાજમી રીતે જણાવ્યુ` છે કે- ફુલેા, વૃક્ષેા તથા મેઘ એ સર્વના જન્મ કેવળ પરોપકારાર્થે જ હાય છે, અને તેથી જ જગત્ તેમને બહુ સન્માનથી વધાવે છે. પુષ્પા ખીલે છે, તે શું પેાતાને માટે ખીલે છે ? નહી, જગતમાં પરાગના ફેલાવા કરવા તથા વણમાગ્યું પથિકાનાં ચિત્તને આલાદિત કરવાં, અને વિના પ્રયત્ને પ્રેક્ષકાની દૃષ્ટિને તૃપ્ત કરવી એ ગુણા સ્વાભાભિક રીતે જ પુષ્પામાં રહેલા હોય છે. તે જ પ્રમાણે તમારા આ પુત્ર પણ જગતને નયનાન તથા ઉપકારક થવાની સાથે જગતમાંથી પાપ-તાપ-વિઘ્ન તથા દુશચારની દુગ'ધીને નિમૂ`લ કરવામાં સુગધી કુસુમમાળાનું કામ કરશે. સિવ જન શિર પર ધારેજી” એમ કાવ્યમાં કહે. વામાં આવ્યુ છે, તેના આશય એવા છે કે- સુગંધી કુસુમમાળાને મનુષ્યા. જેમ શિરે ધારણ કરે છે, તેમ તમારા પુત્રને પણ જગતના ભવ્ય જીવા શિરસાવદ્ય માનશે. હું વિશ્વવદ્ય તીર્થંકર ભગવાન્ ! અમે પ્રાર્થીએ છીએ કે આપે પ્રસરાવેલી સુગ'ધ અમારા આત્માને પણ સ્પર્શ કરી અને આપના કુસુમ સમાન ચરણેમાં અમારૂં શિર સત્તા નમેલું જ રહ્યા !
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૮
છઠ્ઠા સ્વપ્નનું રહસ્ય કવિવર આ પ્રમાણે દર્શાવે છે – છઠું સ્વને ચંદ્ર વિલેકી; નીલ કમળ વિકાસેઝ, તિમ ભાવજીવના હૃદયકમળમાં, તુજ સુત એમ પ્રકાશે;
સુણે ભવિ પ્રાણીજી રે. (૬) - કમળ-પુષ્પ જેમ ચંદ્રદર્શનથી અતિશય પ્રફુલિત થાય છે, તેમ શ્રી તીર્થંકર પ્રભુના દર્શન માત્રથી ભવિ જીવનાં હૃદયરૂપી કમળ પ્રફુલ્લિત થશે, એમ આ ચંદ્રનું સ્વપ્ન સૂચવે છે. ચંદ્રમાં કુદરતી રીતે જ એવું સામર્થ્ય અથવા પ્રભાવ રહેલું છે કે તેને ઉદય થતાંની સાથે જ કમળની પાંદડીઓ વિકસિત-પુલકિત તથા વિસ્તારિત થયા વિના રહેતી નથી. ચંદ્રને એ માટે કશે પ્રયત્ન કરે પડતું નથી; તેવી જ રીતે પવિત્ર આત્માઓ અને નિર્દોષ પુરુષસિંહમાં કઈ એવું સામર્થ્ય પ્રકટે છે કે તેમના દર્શન માત્રથી ભવિ છનાં અંતઃકરણમાં કુદરતી રીતે પ્રમોદભાવ તથા ભક્તિભાવ સ્કુર્યા વિના રહેતું નથી. પવિત્ર આત્માઓ ભલે વાણીથી કે ક્રિયાથી કાંઈ ઇસારે સરખે પણ ન કરે, તથાપિ તેમની શાંત-સૌમ્ય-પ્રભાવિશિષ્ટ–ચંદ્રોપમ કાંતિ જ જગતના મુમુક્ષુઓને એવું અદ્દભુત આકર્ષણ કરે છે કે ભવિ જ એવા નિસ્પૃહી તથા વીતરાગ પુરુષના ચરણને આશ્રય લીધા વિના રહી શકતા નથી. જો કે આજે એવા વીતરાગ સર્વજ્ઞ પુરુષરૂપી ચંદ્રનો અભાવ છે તે પણ આપણું એટલું સૌભાગ્ય છે કે તીર્થકર ભગવાનની મૂર્તિ તથા તેમની અમૃતમયી સૂત્રબદ્ધવાણું અને તે વાણીને આપણે હદય સુધી પહોંચાડનારા ગીતાથ મહાપુરુષે-જ્યાં સુધી વિદ્ય
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯૯
માન છે, ત્યાં સુધી હૃદયકમળા સવથા કરમાઈ જાય એવા ભય રાખવાનું કારણ નથી. હું ભગવન્! હે અનંત જ્ઞાન, દર્શન તથા ચારિત્રના સ્વામી! અમારાં હૃદયકમળા આપની સાક્ષાત્ ચંદ્રોપમ ક્રાંતિ નિહાળી કયારે વિકવર થશે?
તીર્થંકર ભગવાનના અનેક અતિશયે પૈકી કયા અતિ શયનું સૂચન આ સાતમા સ્વપ્નમાં થાય છે, તે સંબધી કવિરાજ કહે છે કે ઃ~~
સાતમે સ્વપ્ન સૂરજમંડળ, સહસ્ર કિરણથી દીપેજી, તિમ ભામંડળના તેજ કિઙ્ગથી, નિજ અને તે જીતેશ; સુણા વિ પ્રાણીજી રે, (૭)
છે
સૂર્ય મ`ડળનાં તેજસ્વી કિણા જેવી રીતે જગતને પ્રકાશિત કરે છે અને અંધકાર, તિમિર તથા નિશાચરાના નાશ કરે છે, તેવી રીતે તમારા પુત્ર પણ પેાતાના ભામ ડળના પ્રકાશ વડે પ્રકાશશે, જગતને પણ પ્રકાશિત કરશે અને ઉજ્જવળતાનુ સામ્રાજ્ય ફેલાવશે. તિમિરપ્રિય પ્રાણીએ રાત્રિના સમયે અંધકારના લાભ લઈ અનેક જીવાને હેરાન કરે છે, પણ સૂર્યના પ્રકાશ થતાંની સાથે જ તેએ એકાંત ખૂણામાં ભરાઇ પેસે છે. તી કર મહારાજના પ્રતાપે મસા રમાંથી મિથ્યાત્વરૂપી અંધકાર પ્રીન થઈ જાય છે અને સમ્યક્ત્વના સૂર્ય સાથે કળાથી પ્રકાશવા લાગે છે. આ વખતે, પછી મિથ્યાત્વીએનું તથા સ’સારાટવીમાં હેરાન અને પાયમાલ કરનારા દુશ્મનાનુ` મળ ચાલી શકતુ નથી. ઇંદ્ર મહારાજ કહે છે કે- તમારા આ ભાવી પુત્રના મુખ ઉપર
Page #227
--------------------------------------------------------------------------
________________
૨િ૦૦
ભામંડળની દીપ્તિ એટલા બધા બળથી જાજવલ્યમાન રહેશે કે તે ભામંડળના પ્રચંડ પ્રતાપ આગળ કઈ અરિનું–બાહ્યા કે અંતરંગ અરિનું બળ નભી શકશે નહીં. મામંe૪ સુમરાતપત્રમ્ વિગેરે જે અતિશનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે, તેવા અતિશયેવાળો આપને પુત્ર થશે, એમ આ સૂર્યનું સ્વપ્ન સૂચવે છે. મનુષ્ય જેમ જેમ વિશુદ્ધિમાં તથા નિર્દોષ તામાં આગળ વધતું જાય છે તેમ તેમ તેના મુખની આસપાસ પ્રવર્તતે પ્રકાશ-ભામંડળ વધારે ઉમ-પ્રખર રૂપે પ્રકાશવા લાગે છે. તીર્થકર ભગવાનની સૌમ્ય અને શાંત મુખકાંતિની તરફ સૂર્યનાં કિરણે જેવું પ્રભાસ્યમાન તથા પ્રબળ પ્રતા પાન્વિત મામડળ ફેલાયેલું હોય છે, જેથી કરીને તેમને પ્રતાપ અખંડિત રહે છે, તેમનું શાસન સર્વોપરિ રહે છે અને તેમના વિરોધીઓનું બળ નિષ્ફળ જાય છે. પ્રભો ! આપના ભામંડળ સરખે સમ્યક્ત્વને પ્રકાશ ચતરફ પ્રસાર પામે અને આપનાં તેજસ્વી સહસ્ત્ર કિરણે વડે મિથ્યાત્વરૂપી તિમિરને નાશ થાઓ, એ જ અમારી પુનઃ પુનઃ પ્રાર્થના છે.
આઠમા સ્વપ્નની વજા શું સૂચવે છે, સંબંધી, કવિ બહુ સરળ રીતે કહે છે કે –
ઘરમધજાને ભેગી થાશે, મુજ દરશન તુજ નંદજી, કે આઠમે સ્વને દેવજ એમ વિનવે, ધરતી રાગ ઉમંદાજી;
સુણે ભવિ પ્રાણીજી રે. (૮)
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧
વજાને પવનમાં ઉડતી અનેકોએ જોઈ હશે. આવી વજા તીર્થંકર મહારાજના માતાજીના સ્વપ્નમાં આવીને ભવિષ્યવાણીરૂપે અત્યંત હર્ષપૂર્વક–પ્રસન્નતાપૂર્વક કહે છે કે – “મારા દર્શન તમને થયા છે, તે એમ સૂચવવા માટે કે તમારો નંદ અર્થાત્ પુત્ર ધર્મવિજાને ભેગી થશે” અને વિશ્વમાં અનેકાંત ધમને વિજયવાવટો ફરકાવશે. તીર્થકર મહારાજની સાથે ધર્મ દવજા હંમેશાં ફરકતી રહે છે, કારણ કે એમને અતિશય જ એવા પ્રકારના હોય છે કે એ વજા તેમને નિત્ય અનુસર્યા વિના રહેતી નથી. આ ધર્મ ધ્વજા તીર્થંકર મહારાજની વાણીનું, હૃદયનું તથા આત્માનું અપૂર્વ બળ સૂચવી આપે છે. તીર્થંકર પ્રભુની વાણી એવી નિર્દોષ—નિર્મળ અને મધુર હોય છે, તેમનું હૃદય રાગ-દ્વેષ રહિત હોવાના કારણે એવું તે શુદ્ધ તેમ જ સ્ફટિક સરખુ ઉજજવળ હેય છે અને તેમને આત્મા એ તે નિરાવરણ અને વિમળ હોય છે કે સમસ્ત વિશ્વના પ્રાણીઓ તેમની વિજયવતી ધર્મવિજા નીચે આવીને આશ્રય લે છે અને પિતાનું કલ્યાણ કરે છે. શ્રીમંતની, ધનવાનોની તથા રાજા મહારાજાઓની વજા હવામાં ગમે તેટલી ફડફડાટ કરે, પરંત તીર્થકર ભગવાનની ધમ વજા પાસે તેનું લેશ પણ મહત્ત્વ રહેતું નથી. વજાને પ્રતાપનું-ગૌરવનું-શક્તિનું એક ચિહ્ન લેખવામાં આવે છે. તીર્થંકર પ્રભુની ધર્મધ્વજા જેમ તેમની સાથે નિર્વેિદનપણે ફરકયા કરે છે, તેવી રીતે તેમના મોક્ષ પછી પણ એ ધર્મધ્વજા-જે કે અદશ્ય-આધ્યામિક ધમધજા સર્વ દશને તથા ધર્મોની ઉપર ચિરકાળ પર્વત
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ફરક્યા કરે છે. આપણે સર્વે એ પ્રભુની ધર્મધ્વજાના આશ્રય તળે ભાગ્યયેગે આવી મળ્યા છીએ, તે માટે આપણે આપણી જાતને પરમ ભાગ્યશાળી માનવી જોઈએ. પરાપૂર્વના પ્રબળ પુણ્યપ્રતાપે જ તીર્થંકર મહારાજનું શાસન તથા તેમની ધર્મધ્વજાને જીને આશ્રય મળે છે. એ વાત સૌ કોઈ જાણે છે.
નવમા સ્વપ્નમાં પવિત્ર કળશ પ્રત્યક્ષ થાય છે અને પિતાના દર્શનનું ફળ દર્શાવતાં કહે છે કે – શાંતાદિક ગુણરત્નના દરીઆ મેં પૂછું તુજ પુત્ર, નવમે સ્વાને માજી જાણે, એમ કહે કળશ પવિત્રજી;
સુણે ભવિ પ્રાણુજી રે. (૯) - કળશ કહે છે કે “હે પરમ ભાગ્યવતી જનની! તમારે પેટે એક એ પુત્ર જન્મશે કે જે સર્વ પ્રકારે મારા જેવો જ સંપૂર્ણ અને ગુણરત્ન ધારી થશે, અને હું પણ જેની પૂજા કરવાને સદા તત્પર રહીશ.” અધુરો ઘડો હોય તે જ છલકાય છે, એવી આપણામાં એક સાધારણ કહેવત છે. તે બહુ અર્થસૂચક છે. જેમના આત્મામાં શાંતિને, ક્ષમાને અથવા ધિય ગુણ નથી ખીલ્યું હતું અને લોકોની પાસેથી કેવળ માન મેળવવા માટે અનેક પ્રકારના પ્રપંચ કરે છે, અવસરે તેઓ સંપૂર્ણ શાંતિ રાખી શકતા નથી અને ક્વચિત ક્રોધથી એવા ધમધમી નીકળે છે, કે તેમને માટે આપણને દયા કુર્યા વિના રહેતી નથી. તીર્થકર
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૩ મહારાજ જેવા મહાપુરુષોના હદયમાં શાંતિ તેમજ તેના સહચારી બીજા ગુણે એકરસ થઈને રહ્યા હોય છે, તેથી તેઓ હંમેશાં ભરેલા કળશની માફક જ ગંભીર રહે છે. અર્થાત્ અધુરા કળશની માફક છલકાતા નથી. અધુરાશ અથવા અપૂર્ણતા હોય છે ત્યાં જ છલકાવાપણું હોય છે. વસ્તુતઃ અગંભીરતા હેવી એ આત્માની એક પ્રકારની નિર્બળતા છે, અને નિર્બળતા એ જ પાપનું પ્રભવસ્થાન છે. સંપૂર્ણ કળશના જેવી ગંભીરતા તથા શાંતિ આપણા હૃદયને પણ સ્પશે. એવી પ્રાર્થના આપણે આ સ્વપ્નના દર્શન વખતે કરીશું તે તે ગ્ય ગણાશે
દશમા સવપ્નમાં પદ્મ સરોવર પિતાનો પ્રભાવ દર્શાવતાં કહે છે કે – પદ્મ સરવર આવી દસમે, માતા સુણે મારી વાત છે, સુરરચિત કમળના ઉપર ઠવશે, કેમળ પદ તુજ પુતળ;
સુણે ભવિ પ્રાણીજી રે. (૧૦) દશમા સ્વપ્નમાં તીર્થકરની માતાજીને જે સરોવર દષ્ટિગોચર થાય છે, તેમાં અનેક પદમ-પુષેિ પણ ખીલેલાં નજરે પડે છે. આ કમળાવાળું સરોવર સૂચવે છે કે
તમારા પુત્રના કેમળ ચરણકમળ પૃથ્વીને સ્પર્શવાને બદલે દેવી કમળ ઉપર સ્થિર થશે, અને તે કમળો પાર્થિવ નહીં, પણ દેવતાઓએ ખાસ તૈયાર કરેલાં કમળ હશે.” વસ્તુતઃ આ સ્વપ્નથી તીર્થંકર પ્રભુના અતિશયનું સૂચન થાય છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૪
એવા નિયમ છે કે તી...કર ભગવાન્ એક ચરણ ઉપાડી પૃથ્વી ઉપર ધરે તે દર્શમયાન દેવતાએ જ્યાં પ્રભુના ચરણુંન્યાસ થવાના હોય તે સ્થળે પોતાના દેવસુલભ સામ
થી એક કમળ તૈયાર કરે છે અને પ્રભુએ મૂકવા ધારેલ ચરણુ એ કમળ ઉપર જ સ્થિર થાય છે. પદ્મ સરાવતુ સ્વપ્ન માતાજીને કહે છે કે- કમળપત્ર ઉપર જેમના ચરણુ સ્થિર થાય એવા પ્રભાવવાળા તમારી પુત્ર થશે, અર્થાત્ તમારા પુત્ર તીર્થંકર થશે. આ અતિશયના વિચાર કરીએ તા એટલુ સ્પષ્ટ જોઈ શકાય કે તીશ્વર પ્રભુની સેવામાં દેવગણા હમેશાં તત્પર રહેશે અને તેમના ચરણમાં ઘાસનુ એક તણખલું-દર્શાકુર પણ પીડા ન આપે તે માટે તે સદા ચિતિત રહેશે. કલ્યાણી ભક્તિને ધારણ કરનારા દેવતામે તીથકર ભગવાનની કુશળતા તથા સુખાદિ માટે કેવી ચીવટ રાખે છે, તેનુ સ્પષ્ટીકરણ આ સ્વપ્નથી થાય છે.
· HD
અગીરમા સ્વપ્નનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી કહે છે કેજ્ઞાનાદિક ગુણરત્નના ભરીયા, મુજથી એ ગભીરોજી, અગીયારમે સ્વપ્ને માજી ઢેખે, સેાભાગ સાયર્ ખીરાજી; સુણા ભવિ પ્રાણીજી ૨ (૧)
ક્ષીરસમુદ્ર તીર્થંકરની માતાજીને કહે છે કે “તમારા પુત્ર મારા કરતાં પણ વધારે ગંભીર થશે. ’ સમુદ્ર તા ભરતી આટ વખતે એવાં તે માજા આ જોરથી કીનારા ઉપર અફાળે છે કે થિાને ભય થયા વિના રહેતા નથી, પરંતુ
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૧
તીથકર ભગવાન્ એવી ગ'ભીર પ્રકૃતિના હોય છે કે દુશ્મના આવીને પ્રહાર કરે કે અનુયાયીએ આવીને પૂજા કરે તાપણ તેમના અંતઃકરણમાં રાગ-દ્વેષના સ્પર્શ સુદ્ધાં થતા નથી. સારાંશ કે તેઓ તેમની શાંત તથા ગભીર પ્રકૃતિ કદાપિ ત્યજતા નથી. એક સ્થળે કહ્યું પણ છે કે- પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે એક વખતે ક્રમઠે અને ધરણેન્દ્ર પાતપેાતાને ઉચિત ક્રર્મો કર્યાં. અર્થાત્ એક ઉપદ્રવ કર્યા અને અન્ય તેમની સેવા કરી તે પણ પ્રભુની વૃત્તિ તેા ગ'ભીર જ રહી, બન્ને પ્રત્યે પ્રભુ એક સ+ખી જ દૃષ્ટિ સાચવી રહ્યા. તી કર ભગવાન્ માત્ર ગભીર રહેશે એટલું જ નહી', પણ વિશેષમાં સમુદ્ર કહે છે કે “માશ ઉદરમાં જેમ અનેક નાનાં-માઠાં રત્ના ભર્યાં છે, તેવી રીતે તમારા પુત્રના 'તઃકરણમાં પશુ જ્ઞાન-દન- ચારિત્રનાં અપૂર્વ ૨ના ભરેલાં રહેશે.” પાર્થિવ રત્ના કરતાં જ્ઞાનાદિ રત્નાનુ` મૂલ્ય અનંતગણુ' અંકાય છે, અને તેથી સાગર પાતે જે તેમની પાસે પેાતાની લઘુતા સ્વીકારે છે, તે ચેાગ્ય છે.
-
બારમા સ્વપ્નનુ દેવવિમાન સૂચવે છે કેઃ—
ચાર નિકાયના દેવ મળીને, બારમે સ્વપ્ન માજી ઢબે,
નમસ્કારે સન્માને, સુંદર દેવિમાનેજી, સુણા વિ પ્રાણીજી રે. (૧૨)
તીર્થંકર ભગવાની માતાજી ખારમા સ્વપ્નમાં એક વિમાન સ્વર્ગમાંથી પેાતાની તરફ ચાલ્યું આવતું નિરખે
Page #233
--------------------------------------------------------------------------
________________
છે. આ સુ'દર-રમણીય દેવવિમાનના આગમનના હેતુ સ્પષ્ટ કરતાં કવિ કહે છે કે “ ચાર નિકાયના દેવા નમસ્કાર તથા ભક્તિભાવનાથી તમારા પુત્રને સન્માનશે એમા દેવ વિમાનનું અવતરણ સૂચિત કરે છે.” ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક એ પ્રમાણે ચાર નિકાયના દેવા આવીને તીથ કર પ્રભુને પૂજશે. એટલેા સદેશે। આ દેવવિમાન માતાજીને પહેાંચાડે છે, અને તે પ્રભુના જન્મ પછી અનેક પ્રસગે આપણે સાચા પડતે તેમના જીવનચરિત્રમાં અનુભવીએ છીએ. પ્રત્યેક મહાત્સવ પ્રસંગે દેવતાઓ આવીને દૈવાચિત કન્યા કરે છે. એવા દૃષ્ટાંતથી તીર્થંકર પ્રભુના જીવનચરિત્રા સુપ્રસિદ્ધ છે, દેવતાઓ જેમનું આટલું આટલું માન સાચવે તેમના પ્રત્યે ભવ્ય જીવનાં મસ્તિષ્કા ભક્તિભાવથી તમે, એમાં કાંઇ આશ્ચય તથી. આપણે પણ આ પ્રસંગે તીથકર પ્રભુને ઉદ્દેશીને સાચા અંતઃકરણથી પ્રભુના પાદપદ્મમાંત્રિકરણગે પ્રણતિપરપરા સમર્પીશુ તે તે આપણા માટે અત્યંત કલ્યાણકારી ખનશે,
આ સ્વપ્ન અદૃશ્ય થયા પછી તેરમુ' સ્વપ્ન આવે છે, તેનુ સ્પષ્ટીકરણ કવિ નીચે પ્રમાણે કરે છે —
:
મુજ પરે તુજ પૂજાજ થારો, ગુણ અનતના વાસીજી, રતનગઢ માંડે તે બિરાજે, એમ કહે રત્નની રાશિઃ સુણા ભવિ પ્રાણીજી રે. (૧૩) રત્નની રાશિને અથવા ખીજા શબ્દોમાં કહીએ ત રત્નના અલકારાને જેમ ભાગ્યશાળી મનુષ્ય આદરથી
Page #234
--------------------------------------------------------------------------
________________
સકે
છે
કે –
“માં
છે. જો કે મા
૨૦૭ સત્કાર છે અને પિતાના કંઠમાં સ્થાપે છે તેવી રીતે રનશશિ કહે છે કે – “મારી માફક તમારા આ ભાવી પુત્રની પણ પૂજા તથા આદર-સત્કાર થશે. જો કે મારામાં તે દેખાવ પૂરતા બાહ્ય ગણ્યાગાંઠ્યા જ ગુણે છે, તથાપિ મનુષ્ય મને બહુ પ્રેમથી સત્કારે છે, પરંતુ તીર્થકર ભગ વાનમાં અર્થાત્ તમારા પુત્રમાં એટલા બધા આંતરિક ગુણ હશે કે તે ગુણોનો કોઈ પાર પામી શકશે નહીં.” તે ઉપરાંત આ રત્નરાશિ એમ પણ કહે છે કે “તમારા પુત્ર રત્નગઢમાં વિરાજવા શક્તિમાન થશે.” સર્વજ્ઞ પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે “ત્રિગડ ગઢરચાય છે. આ ત્રિગડાની રચના દેવતાઓ પોતે આવીને કરે છે. તેમાં સેનાને, રૂપાને તથા રત્નને એમ ત્રણ ગઢ રહે છે. ત્રણે ગઢ ઉપર બહુમૂલ્ય કાંગરાઓ બાંધવામાં આવે છે. આવા દિવ્ય ત્રિગઢમાં વિરાજ તમારો પુત્ર જગતના જીવોને પ્રતિ બંધ કરશે, એમ આ રત્નની રાશિ સૂચવે છે. ટૂંકામાં કહીએ તે રત્નની રાશિ એ ત્રિગડાનું સ્મરણ કરાવે છે અને તેની સાથે તીર્થંકર પ્રભુના અતિશયનું પણ સૂચન કરે છે. એ ત્રિગડાના સ્વરૂપનું તથા પરમાત્માની નિર્મળ વાણીનું અનુમાન ક૯પવાથી કે બુદ્ધિથી થઈ શકે તેમ નથી; માટે એ સંબંધી વિવેચન કરવાને બદલે આપણે સર્વે એ દેવી દશ્ય પ્રત્યક્ષ નિહાળવાની તથા ભગવાનની અમૃતમયી દેશના સાંભળવાની ઉત્કટ ભાવનાપૂર્વક જ હાલમાં તે વિરમીશું.
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ચૌદમું નિધૂમ અગ્નિનું સવ બહુ ગંભીર આશય રજુ કરે છે. કવિવર તેને અર્થ સ્કુટ કરતાં વદે છે કે - ભવિક મનમાં કનક શુદ્ધમાણ થાશે સુત કરનારેજી, ચૌદમે અને નિર્ધમ અગ્નિ, માતા જુવે સુવિચારેજી;
સુણે ભવિ પ્રાણી જી રે. (૧૪) નિધૂમ અગ્નિ એટલે ધુમાડા વિનાને અગ્નિ. આ પ્રકારનો સ્વચ્છ-જાજવલ્યમાન-વલંત-જજવલ અગ્નિ માતાજીને કહે છે કે – “હું જેવી રીતે મારા નિજ સામર્થ્યથી -તાપથી ગમે તેવા મલિન સુવર્ણને સ્વચ્છ બનાવું છું, અને સુવણને તેજસ્વી બનાવું છું, તેવી રીતે તમારે પુત્ર જગતના ભવ્ય જીવોનાં અંતઃકરણમાં રહેલી મલિનતાને દૂર કરી તેમના આત્માને પિતાના શુદ્ધ સ્વરૂપમાં આણશે.” આ કનકશુદ્ધિનું દષ્ટાંત બહુ વિચારણીય છે. કનકની સાથે અશુદ્ધિ-મલિનતા ક્યારે મળી તે જેમ કઈ જાણતું નથી. તેમ આત્માને કર્મને લેપ કયારથી થયે, એ વાત પણ કોઈ કહેવાને સમર્થ નથી. પ્રયત્નથી જેમ કનકની મલિનતા નિવારી શકાય છે અને તેને તેના શુદ્ધ સ્વરૂપમાં મૂકી શકાય છે તેવી જ રીતે સંસારના રાગ-દ્વેષાદિ પ્રપં ચામાં રચીપચી રહેલે આત્મા પણ દાન, શીલ, તપ, ભાવ, જ્ઞાન, ક્રિયા આદિ ઉપાયથી સ્વચ્છ તથા સ્ફટિક સરખે નિર્મળ બની પિતાના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સ્વભાવને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. અગ્નિ જેવી રીતે કનકને શુદ્ધ કરતાં પહેલાં તેને ખૂબ તાવે છે અને તેના ઉપર અનેક સંરકાર કરે છે, તેવી જ રીતે આત્માને શુદ્ધ કરવા અર્થે
Page #236
--------------------------------------------------------------------------
________________
ર૦
તીર્થકર પ્રભુની આજ્ઞાને અનુસરી તેના ઉપર અનેક પ્રકા૨ના શાસ્ત્રોચિત સંસ્કારો થવા જોઈએ. તીર્થંકર પ્રભુએ ફરમાવેલી આજ્ઞાએ ભવ્ય જીના આત્માને શુદ્ધ કરવામાં અગ્નિનું કામ કરે છે. આ અગ્નિના સ્ફલિગે આપણા આત્માને સ્પર્શે અને અનાદિ કાળથી મુંઝાઈ રહેલા આત્માને પિતાના શુદ્ધ સ્વરૂપમાં આણે તે માટે દેવાધિદેવ સર્વજ્ઞા પ્રભુ ભવ્ય જીવો ઉપર કરૂણાદષ્ટિ કરે, એવી આપશે આ સ્વપ્નદર્શન સમયે પ્રાર્થના કરીશું તે તે કાળક્રમે અવશ્ય સફળ થશે
ઉક્ત ચૌદ સ્વપ્નાં સંક્ષિપ્તમાં સમુચ્ચયે શું સૂચવે છે, તે સંબંધી કવિ કહે છે કે – એ ચૌદ સ્વપ્ન દીઠાથી તુજ સુત, થાશે રાજને સ્વામીજી, લેકે પક્ષે આત્મારામ થાશે એમ એમ પ્રભુતા પામીજી;
સુણે ભવ પ્રાણુજી રે. (૧૫) આ ચૌદ સ્વપ્નના દર્શનથી આટલું ચેકકસ પણે સિદ્ધ થાય છે કે- “તમારે પુત્ર ચૌદ રાજલોકનો સ્વામીશાસક થશે એટલું જ નહીં, પણ ભવ્યાત્માઓને આરામશાંતિ સુખ આપનારો પણ થશે, અને ક્રમે ક્રમે પ્રભુતા પામી શિવવધૂની વરમાળાને પિતાના કંઠમાં ધારણ કશે.” તીર્થંકર પ્રભુના મુખમાંથી જે વચનકુસુમ બહાર નીકળ્યાં છે, તેને એક ઉદ્યાન સમાન લેખી શકાય કારણ કે આરા. મને સંસ્કૃતમાં ઉદ્યાન પણ કહેવામાં આવે છે. ભવ્ય જી આ ઉદ્યાનમાં બેસી સવંશવાણીરૂપી કુસુમોની પરિમળ લે ૧૪
Page #237
--------------------------------------------------------------------------
________________
અને પોતાના આત્માને તૃપ્ત કરે, એટલા માટે પ્રભુ મુક્ત કંઠે ધર્મના ઉદ્યાનને ખીલવતા ગયા છે. આપણે આ ઉદ્યાનમાં વિહરવાને પૂર્વ પુણ્યના બળથી ભાગ્યશાળી થયા છીએ, તે ભવભવનાં દુરિતે દૂર થાય તે માટે આ ભવે સંપૂર્ણ બળથી ત્રિકરણ શુદ્ધ વેગે પ્રયત્ન આપણે કરવા જોઈએ. આ પ્રસંગે આપણે પ્રભુને પ્રાથશું કે “આ૫ જે કે ચૌદ રાજલકના સ્વામી તે છો જ, પરંતુ અમને તમારા ચર
માં ભભવ સ્થાન આપજે, અને કોઈ કાળે તમારા શાસનથી દૂર ન પડી જઈએ એવી સદબુદ્ધિ આપજો.”
છેવટની કડીમાં સ્વપ્નને સમય તથા કાવ્યકર્તાને પરિ– ચય આપણને થાય છે. તે કડી આ પ્રમાણે છે – મધ્ય રણુએ માતાજી દેખે, સુપન ચૌદ વિશાળજી, ગુરુ પસાથે ડુંગર વિનવે, હે જો મંગળમાળ;
સુણે ભવિ પ્રાણીજી રે. (૧૬) જે ચૌદ સ્વપ્નનું અમે ઉપર યથાશક્તિ રહસ્ય બતાવી ગયા, તે સ્વપ્નને સમય મધ્ય રાત્રિને હેય છે, આ ચૌદ સ્વપ્ન ગંભીર આશય અને વિશાળ અર્થનાં સૂચક છે. આટલું કહ્યા પછી પિતાના સદ્ગુરુને ઉપકાર માનતાં અને ગુરુના પ્રતાપનું સ્મરણ કરતાં કવિ શ્રી “ડુંગર” નમ્ર ભાવે વિનવે છે કે આ સ્વપ્નનું શ્રવણ સૌનું કલ્યાણ કરે, સૌને મંગળની પરંપરા પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પૂર્વક કવિ શ્રી આ કાવ્યની પૂર્ણાહૂતિ કરે છે. શાંતિઃ
Page #238
--------------------------------------------------------------------------
________________
સામાન્ય અને વિશેષ અર્થ સહિત શ્રી ઋષભદેવ આદિ ચેવીશ અરિહંત ભગવતાનાં શુભ નામેા.
'
6
(૧) શ્રી ઋષભદેવ-પરમપદ્મ-મેાક્ષને જે પ્રાપ્ત કરે તે ઋષભ ’' તથા યંત્તિ રૂતિ વૃષમઃ અર્થાત્ દુઃખરૂપ અગ્નિથી મળતા જગતને ધમ દેશનારૂપ જલ વરસાવી શાન્ત કરે તે ઋષભ ? આ સામાન્ય અર્થ થયા અને વિશેષથી ભગવતના સાથળમાં ઋષભનું લાંછન હેતુ તથા મરૂદેવા માતાએ ચૌદ સ્વપ્ના જોયાં ત્યારે પ્રથમ સ્વપ્નમાં ઋષભ જોયા હતા તેથી ભગવતનું નામ ઋષભ પાયું,
(૨) શ્રી અજિતનાથ-પરિષદ્ધ આદિથી જિતાયા ન હાવાથી અજિત’ એ સામાન્ય અર્થ અને ભગવત જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાજી રાજા સાથે પાસા ખેલતાં હતાં, તેમાં જિતાયાં નહિ, તેથી ભગવ‘તનું ‘અજિત’ નામ રાખ્યું તે વિશેષ અ.
"
6
(૩) શ્રી સંભવનાથ-જેએમાં ચેત્રીશ અતિશયરૂપ ગુણે વિશેષ પ્રકારે સ`ભવે છે, તે સ ́ભવ' અથવા જેમની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને ‘Â' એટલે સુખ પ્રાપ્ત
Page #239
--------------------------------------------------------------------------
________________
ર
"
થાય તે સ’ભ' ( અહી' વ્યાકરણના નિયમ પ્રમાણે શભવને બદલે સ`ભવ થયેલ છે) આ સામાન્ય અર્થ થયા. અને ભગવત જ્યારે ગભમાં આવ્યા હતા ત્યારે દેશમાં અધિક ધાન્ય પાકવાના સ'ભવ થયા. અર્થાત અધિક ધાન્ય પાકયું તેથી ભગવ’તનું ‘સંભવ’નામ રાખ્યું તે વિશેષ અ
(૪) શ્રી અભિનંદનસ્વામી દેવેન્દ્રોથી અભિનંદન પામ્યા તેથી ‘ અભિનંદન' આ સામાન્ય અર્થ. તથા પ્રભુ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારપછી ઈન્દ્ર દિક-દેવાએ વાર વાર ભગવતની માતાને અભિનંદન આપેલું હેવાથી ભગ વંતનું ‘ અભિનંદન ' નામ રાખ્યું તે વિશેષ અર્થ.
-
(૫) શ્રી સુમતિનાથ-સુંદર મતિ હોય તે ‘સુમતિ’ આ સામાન્ય અર્થ થયા અને ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમના માતાને સુંદર નિશ્ર્ચય કરાવનારી મતિ પ્રગટી હતી તેથી ભગવાનનું નામ ‘સુમતિ' પાડ્યું તે વિશેષ અ
(૬) શ્રી પદ્મપ્રભસ્વામી-નિષ્પકતા ગુણની અપેક્ષાએ પદ્મ તથા પદ્મ સમાન પ્રભા-કાંતિવાળા હોવાથી પદ્મપ્રભ’ આ સામાન્ય અર્થ થયા અને ભગવત જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મ કમળની શય્યામાં સુવાના દહલા દેવ તાએ પૂર્વી માટે ‘ પદ્મ ' અને પ્રભુના દેહની ક્રાંતિ કમળ સમાન લાલ હોવાથી પદ્મપ્રભ’ નામ પાડયું તે વિશેષ અ.
'
(૭) શ્રી સુપાર્શ્વનાથ-દેહનાં પડખાં સુંદર હોવાથી સુપાર્શ્વ' આ સામાન્ય અથ થયા અને પ્રભુ ગાઁમાં
Page #240
--------------------------------------------------------------------------
________________
હતા ત્યારે માતા પણ સુંદર પડખાંવાળાં થયાં તેથી સુપધ” નામ રાખ્યું તે વિશેષ અર્થ,
(૮) શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચંદ્રના કિરણની માફક પ્રભા પ્રશ ત લેશ્યાવાળા હેવાથી “ચંદ્રપ્રભ” આ સામાન્ય અર્થ થ અને પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રપાનને દેહલે થયે, તેમજ ભગવંતના શરીરની પ્રજા ચંદ્ર સરખી ઉજજવલ હતી તેથી “ચંદ્રપ્રભ” નામ રાખ્યું તે વિશેષ અર્થ.
(૯) શ્રી સુવિધિનાથ “સુ” એટલે સુંદર અને વિધિ એટલે સર્વ વિષયમાં કુશળતાવાળા હેવાથી “સુવિધિ” આ સામાન્ય અર્થ થ અને પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાને સર્વ વિષયમાં કુશળતા પ્રગટ થવાથી ભગવંતનું નામ “સુવિધિ” રાખ્યું તે વિશેષ અર્થ તથા ભગવંતને પુષ્પની કળીઓ સરખા સુંદર દાંત હવાથી ભગવંતનું બીજું નામ “પુષ્પદંત” પણ થયું.
(૧૦) શ્રી શીતલનાથ- સમગ્ર પ્રાણીઓના સંતાપને હરણ કરનારા હેવાથી તથા શીતલતા કરનારા હેવાથી
શીતલ” આ સામાન્ય અર્થ થયો અને પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે પિતાને પહેલાં થયેલ પિત્તદાહ કોઈ ઉપાયથી શાંત થતું ન હતું પણ ગર્ભને પ્રભાવે માતાના હસ્ત
સ્પર્શ થી પિત્તદાહ શાંત થ માટે ભગવંતનું શીતલ નામ રાખ્યું તે વિશેષ અર્થ.
(૧૧) શ્રી શ્રેયાંસનાથ-સમગ્ર જગત ક૨તાં પણ
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૪
6
પ્રશસનીય માટે શ્રેયાંસ' અથવા ‘શ્રેય:' એટલે કલ્યાણુ કારી અને અસ' એટલે ખભા અર્થાત્ કલ્યાણકારી ખભાવાળા તેથી શ્રેયાંસ' આ સામાન્ય અર્થ થયા તથા પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે કાઇએ ન વાપરેલ એવી દેવતાધિષ્ઠિત શય્યાના માતાએ ઉપભેગ કરવાથી શ્રેય થયું એટલે ભગવ'તનુ ‘શ્રેયાંસ' નામ રાખ્યુ તે વિશેષ મ.
(૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-વસુ જાતિના દેવેને પૂજ્ય હોવાથી ‘વાસુપૂજ્ય' આ સામાન્ય અર્થ થયા તથા ભગવત જ્યારે ગાઁમાં હતા ત્યારે વસુ વડે અર્થાત્ હિરણ્ય વર્લ્ડ ઈન્દ્રે રાજકુલની પૂજા કરી તેથી ‘વાસુપૂજ્ય ’ અથવા વસુપૂજ્ય રાજાના પુત્ર હાવાથી વ્યાકરણના નિયમ અનુસાર વાસુપૂજ્ય ’ કહેવાયા તે વિશેષ અથ
6
ܕ
'
(૧૩) શ્રી વિમલનાથ-જેના મલ ચાલ્યા ગયા છે તે વિસલ ' અથવા જ્ઞાન, દનાદિ ગુìા જેના નિર્મલ છે તે ‘વિસલ' આ સામાન્ય અર્થ થયે અને ગના પ્રમાવે માતાને મતિ તથા શરીર નિર્દેલ થયા માટે ‘વિમલ ’ નામ રાખ્યું તે વિશેષ અ
(૧૪) શ્રી અનતનાથ-અનત કર્મી પર વિજય મેળવનારા અથવા અનંત જ્ઞાનાદિ ગુણેાથી વિજયવતા, તે અનંતજિત' આ સામાન્ય અર્થ થયા તથા ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ અન ત રત્નમાળા અથવા આકાશમાં અંત વગરનુ` મહાચક દેખ્યુ` હોવાથી તથા ત્રણ
Page #242
--------------------------------------------------------------------------
________________
રાપ
ભુવનમાં જયવંતા હોવાથી “અનંત જિત” કહેવાયા આ વિશેષ અર્થ ભીમસેનને બદલે ભીમ પણ કહેવાય એ ન્યાયે અનંત” પણ કહેવાય.
(૧૫) શ્રી ધર્મનાથસ્વામી-દુર્ગતિમાં પડતા ને ધારણ કરે તે “ધમ” આ સામાન્ય અર્થ થયો અને પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી માતા દાનાદિ ધર્મોમાં તત્પર બન્યાં માટે “ધર્મ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ.
(૧૬) શ્રી શાંતિનાથ ભગવાન-શાંતિનો રોગ થવાથી, પિતે શાંતિ સ્વરૂપ હોવાથી અને બીજાઓને શાંતિ કરનાર હેવાથી “શાંતિ” આ સામાન્ય અર્થ થ અને ભગવંતના ગર્ભના મહિમાથી દેશમાં ઉત્પન્ન થયેલા મરકીના ઉપદ્રવની શાંતિ થવાથી પુત્રનું નામ “શાંતિ” રાખ્યું એ વિશેષ અર્થ.
(૧૭) શ્રી કુંથુનાથસ્વામી-કુ' એટલે પૃથ્વી, તેમાં રહેલા હોવાથી “કંથ” એ સામાન્ય અર્થ થયા અને પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે ગર્ભના પ્રભાવે માતાએ રને કુંથુ એટલે ઢગલો જોયે એટલે “કુંથુ” નામ પાડ્યું એ વિશેષ અર્થ.
(૧૮) શ્રી અરનાથસ્વામી-સર્વોત્તમ મહા સારિક કુલમાં તે કુલની આબાદી માટે જે ઉત્પન્ન થાય છે, તેમને વૃદ્ધ પુરુષોએ “અર” નામ આપેલું છે, આ સામાન્ય અર્થ થો તથા પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે ગર્ભના પ્રભાવથી માતાએ સ્વપ્નમાં રને અર એટલે આરે દેખ્યો તેથી ભગવાનનું “અર’ નામ રાખ્યું એ વિશેષ અર્થ
Page #243
--------------------------------------------------------------------------
________________
૧
(૧૯) શ્રી મલ્લિનાથસ્વામી-પરિષદ્ધ આદિ મલ્લાને જિતનાર હેાવાથી મહિ' આ સામાન્ય અર્થ થયા તથા પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે માતાના છએ ઋતુનાં પુષ્પાની સુગ ધમય માળાએની શમ્પામાં સુવામાં દેહલા દવેએ પૂર્ણ કર્યા તેથી ‘- મલ્ટિ ' નામ રાખ્યુ. એ વિશેષ અ
(૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી-જગતની ત્રિકાલ અવસ્થાને જાણે-માને તે ‘સુનિ’ તથા સુંદર વ્રતવાળા હોવાથી ‘સુત્રત ’એ પ્રમાણે ‘ મુનિસુવ્રત ’આ સામાન્ય અ થયા અને પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે ગના પ્રમાવથી માતા મુનિના જેવાં સુર તવાળાં થયાં, માટે
6
મુનિસુવ્રત ' નામ રાખ્યુ. એ વિશેષ અ
6
ܕ
(૨૧) શ્રી નમિનાથસ્થામી-રિષહ અને ઉપસર્ગને નમાવવાથી અર્થાત્ હરાવવાથી ‘નિમ’ આ સામાન્ય અર્થ થા. અને ભગવાન જ્યારે ગમાં હતા ત્યારે નગર પર ચડી આવેલા શત્રુ રાજાએ પણ ગભના પ્રતાપથી નમી પડયા માટે ‘ નિમ” નામ રાખ્યુ એ વિશેષ અથ
(૨૨) શ્રી નેમિનાથ ભગવાન-ચક્રની નૈમિ વતુલાકારે હાય છે, તેની માફક ધર્મચક્રની નૈમિને કરનારા હોવાથી
"
નૈસિ' આ સામાન્ય અથ થયા અને પ્રભુ જયારે ગભ માં હતા ત્યારે માતાએ ષ્ટિ રહ્નાના મહાનમિ જોવાથી ષ્ટિનૈમિ. આ રિષ્ટનેમિ શબ્દને નિષેધવાચી ‘અ ' લગાડી • અરિષ્ટ નૈત્રિ' નામ રાખ્યું તે વિશેષ અધ
(૨૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન-જે સર્વ ભવાને દેખે
Page #244
--------------------------------------------------------------------------
________________
ર૧૭
તે પાશ્વ ” આ સામાન્ય અર્થ થાય અને પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે ગર્ભના પ્રભાવે અંધકારમાં પણ માતાએ સર્પ દેખ્યો એટલે “પા ” નામ નામ પાડયું તથા પાર્થ નામના વૈયાવચ્ચ કરનાર યક્ષના પણ પ્રભુ નાથ હોવાથી પાર્શ્વનાથ એ વિશેષ અર્થ.
(૨૪) શ્રી વર્ધમાનસ્વામી-જ્યારથી ઉત્પન્ન થયા ત્યારથી જ્ઞાનાદિ ગુણએ વૃદ્ધિ પામે તે “વર્ધમાન” આ સામાન્ય અર્થ થયે અને ભગવંત જ્યારથી ગર્ભમાં આવ્યા ત્યારથી તેઓનું જ્ઞ કુલ ધનધાન્ય, આદિ સમૃદ્ધિથી અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યું માટે ભગવંતનું “વર્ધમાન” નામ રાખ્યું એ વિશેષ અર્થ.
આ રીતે શ્રી ઋષભદેવ આદિ ચોવીશ તીર્થકર ભગ વંતના સામાન્ય વિશેષ અર્થ બેધક નામે પૂર્ણ થયા. - શ્રી અરિહંત ભગવંતેનાં નામ અને ગોત્ર સાંભળવાથી, તેમની સ્તુતિ કરવાથી જીવને મહાન ફલ થાય છે. કારણ કે તે મહા-મંગળ સ્વરૂપ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના રેલ્મા અધ્યયનમાં ફરમાવ્યું છે કેપ્રશ્ન-હે ભગવન્! શ્રી જિનેશ્વર દેવના સ્તવન અને તુતિરૂપી મંગલ વડે જીવ શું ઉપાર્જન કરે ? ( ઉત્તર-શ્રી જિનેશ્વર દેવના સ્તવન અને સ્તુતિરૂપી મગલ વડે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બેવિલાભને ઉપાર્જન કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બેધિ લાભથી
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૮ સંપન્ન જીવ તેજ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરનારી આરાધનાને
ગ્ય બને છે અથવા વૈમાનિક કલ્પને ચગ્ય આરાધક થાય થાય છે- ત્રીજા ભવે મોક્ષ પામવાને લાયક બને છે.
એ જ સૂત્રના એ જ અધ્યયનમાં ફરમાવ્યું છે કે
પ્રશ્ન-હે ભગવન્! ચતુર્વિશતિ-વીશ અને ઉપલક્ષણથી બીજા પણ સઘળા તીર્થકરોની સ્તુતિરૂપ મંગલ વડે જીવ શું ઉપાર્જન કરે ?
ઉત્તર-વીશ અને ઉપલક્ષણથી બીજા પણ સઘળા તીર્થ કરોની સ્તુતિ મંગલ વડે જીવ દર્શન વિશુદ્ધિ-સમ્યફ વની નિર્મળતાને પામે છે.
કલ્યાણ મંદિર તેત્રમાં ફરમાવ્યું છે કે- “હે જિન ! અચિંત્ય મહિમાવાળું આપનું સ્તવન તે દૂર રહે, પરંતુ આપનું નામ પણ ત્રણે જગતનું આ ભયંકર સંસારથી રક્ષણ
- ભક્તામર સ્તોત્રમાં પણ ફરમાવ્યું છે કે- “હે ભગવન્! ભવની પરંપરા વડે નિબિડપણે બંધાયેલા પ્રાણીઓના પાપ, આપના સ્તવન વડે એક ક્ષણવારમાં નાશ પામે છે. " એ જ તેત્રમાં આગળ કહ્યું છે કે- સમસ્ત દેને નાશ કરનાર આપનું સ્તવન તે દૂર રહો પરંતુ આપના નામનું કીર્તન પણ જગતને પ્રાણીઓના પાપને હણે છે. - આ રીતે શ્રી તીર્થકરોનું નામસ્મરણ અચિંત્ય ફલદાયક હેવાથી પ્રત્યેક ભવ્ય આત્માને તે સ્મરણ વારંવાર અવશ્ય કરવા લાયક છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માના પૂજનની
ન્યાયપુરસરતા. શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ય શ્રી તત્ત્વાર્થ ભાષ્યમાં ફરમાવે છે કે – “ગર્વનનાં મન પ્રસારતતા સમાધિ
तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ।। १ ॥
શ્રી અરિહંત-રાગદ્વેષાદિ મલથી રહિત આત્માઓની અભ્યર્ચના, અભિગમન, તુતિ, વન્દન અને પર્યું પાસના આદિથી મન પ્રસાદ ચિત્તની પ્રસન્નતા થાય છે. જેમ નિર્મલ જલથી મેલ દૂર થાય છે તેમ મલિન જલથી મલની વિશુદ્ધિ થતી નથી. તે જ રીતે શ્રી અરિહંતે રાગદ્વેષાદિ મલથી રહિત હોવાથી તેમની ઉપાસના કરનારાઓના રાગાદિ મલે નાશ કરનારા થાય છે. રાગાદિ મલો નાશ પામવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. ચિત્તની પ્રસન્નતાથી સમાધિ-ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્તની એકાગ્રતા-શાન્તતા થવાથી શુશ્રષા તવશ્રવણની અભિલાષા થાય છે. તવશ્રવણની અભિલાષાથી સાચું ભાવનાવાળું શ્રવણ થાય છે. ભાવયુક્ત શ્રવ ણથી તરવવિષયક ગ્રહણ, ધારણ અને ઉહાપોહ થાય છે. ગ્રહણ, ધારણ અને ઉહાપોહથી તવને અધિગમ થાય છે. તત્વને અધિગમ થવાથી હિતની પ્રાપ્તિ અને અહિતને પરિહાર થાય છે. હિતપ્રાપ્તિ અને અહિતને પરિહાર થવાથી નિઃશ્રેયસ-પરમકલ્યાણરૂપ મુક્તિની પ્રાપ્તિ થાય છે. એ રીતે સમાધિથી માંડીને નિઃશ્રેયસ પર્વતના કલ્યાણની
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પરમ્પરાની પ્રાપ્તિના હેતુભૂત હોવાથી શ્રી અરિહતેનું પૂજન, અભિગમન, વન્દન અને પર્યું પાસન આદિ સજજને માટે ન્યાયયુક્ત છે. શ્રી અરિહંતેને પૂજનની જરૂર નથી, તે પણ પૂજકને કલ્યાણપરંપરાના કારણભૂત હેવાથી કૃતાર્થ એવા શ્રી અરિહતેની પૂજા અવશ્ય કર્તવ્ય છે. શ્રી અરિંહ તેની પૂજા તેમના બિંબોની પૂજા દ્વારા થઈ શકે છે. સંસારી આત્માઓ ધર્મ કરવામાં પ્રાયઃ આળસુ, કષ્ટભીરૂ અને પ્રમાદી હોય છે. તેવા જીને શ્રી જિનેશ્વરદેવેની શાન્ત આકાર વાળી પ્રતિમાઓ વિગેરે જોઈને કર્મને ક્ષયોપશમ થાય છે. કર્મને લાપશમ થવામાં શાસ્ત્રકારોએ કવ્યાદિને હેતુ માનેલા છે. શ્રી જિનેશ્વરના મનહર બિ બે, એ ઉત્તમ ત્તમ દ્રવ્ય છે. શ્રી જિનમંદિર એ ઉત્તમ ક્ષેત્ર છે. પૂજન વખતને કાળ તથા ભાવ પણ ઉત્તમ હોય છે. ઉત્તમ પ્રકા૨ના દ્રવ્યાદિની સામગ્રી મળવાથી મોહરૂપી મલ ઘટે છે. મોહનીયાદિ કર્મ પ્રકૃતિને ઉપશમ, ક્ષયે પશમ કે ક્ષય થાય છે. મેહનીને ઉપશમાદિ થવાથી ચિત્ત પ્રસન્ન-વચ્છનિર્મળ થાય છે. ચિત્ત નિર્મળ થવાથી શ્રી જિનવચન પ્રત્યે શ્રદ્ધા આવિર્ભાવ પામે છે. તેથી શ્રી જિનવચનનું શ્રવણ થાય છે અને શ્રવણથી સમ્યગ્ગદર્શનાદિ ગુણોને લાભ થાય છે. સમ્યગદર્શનાદિ ગુણેને પ્રાપ્ત થયેલા આત્માઓને પણ શ્રી જિનપ્રતિમાદિના દર્શન, વન્દન, પૂજનાદિવડે પ્રમાદાદિ દૂર થાય છે, સંવેગાદિ વધે છે અને શ્રી જિનગુણના ધ્યાનમાં મન એકાગ્ર થાય છે અને એથી પરમ શમરસ ભાવની પ્રાપ્તિ થાય છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
श्री अस्ति-पूजन - विधि.
46
स्नान विलेपन सुसुगन्धिपुष्पधूपादिभिः शुभैः कान्तम् । विभवानुसारतो यत्काले नियतं विधानेन ॥ १ ॥ अनुपकृतपरहितरतः शिवदस्त्रिदशेशपूजितो भगवान् । पूज्यो हितकामानामिति भक्त्या पूजनं पूजा ॥ ५ ॥ पचोपचारयुक्ता काचिश्चाटोपचारयुक्ता स्यात् । ऋद्धिविशेषादन्या प्रोक्ता सर्वोपचारेति ॥ ३ ॥ न्यायार्जितेन परिशोधितेन वित्तेन निरवशेषेण । कर्त्तव्या बुद्धिमता प्रयुक्तस त्सिद्धियोगेन ॥ ४ ॥ शुचिनाSSत्म संयमपरं सितशुभवस्त्रेण वचनसारेण । आशंसारहितेन च तथा तथा भाववृद्ध्योच्चः ॥ ५ ॥
સ્નાન-સુગન્ધિ દ્વવ્યેથી સ'ચાજિત સ્નાત્ર, વિલેપનસુગન્ધિ ચન્દન, કપૂર, કુમ અને કૅસરાદિ વડે વિલેપન, સારી ગન્ધવાળા જાઈ, કેતકી વિગેરેનાં પુષ્પા તથા ગન્ધ ×ચૈથી વાસિત ધૂપ વિગેરે સુગન્ધયુક્ત દ્રા વડે સદા પેાતાના વૈભવને અનુસાર, શાસ્ત્રોક્ત વિધિપૂર્વક, ત્રણે સયાએ અથવા પેાતાની વૃત્તિ-આજીવિકાને વિરોધ ન આવે તે રીતે.(૧)
અનુપકૃત પરહિતપર-નિષ્કારણ સČજનવત્સલ, શિવકલ્યાણુ અથવા નિરુપદ્રવને દેનાર, ત્રિદશેશ-ઇન્દ્રાદિ વર્ડ
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૨ પૂજિત, સમગ્ર ઐશ્વર્યવાન પૂજ્ય ભગવાન શ્રી જિનેશ્વરદેવ હિતાભિલાષિ-પ્રાણીઓને ભક્તિ-વિનયવડે પૂજન કરવા થિગ્ય છે. (૨)
પપચાયુક્ત–પંચાંગ પ્રણિપાતરૂપ, અષ્ટપચાયુક્તઅષ્ટાંગ પ્રણિપાતરૂપ અથવા સપચારયુક્ત-ઋદ્ધિવિશેષથી દશાર્ણભદ્રાદિની જેમ હસ્તી, અશ્વ અને રથાદિ સર્વ સામગ્રી વડે, સર્વ બલ વડે, સર્વ સમુદય વડે, સર્વ વિભૂતિ વડે, સર્વ વિભૂષા વડે અને સર્વ આદર વડે. (૩)
પરિશુદ્ધ ન્યાયાર્જિત વિત્ત દ્રવ્ય વડે અને બીજા પણ સસાધન વડે બુદ્ધિમાન પુરુષે શ્રી જિનરાજની નિરવશેષસમસ્ત પ્રકારે પૂજા કરવી જોઈએ. (૪)
શુચિ અર્થાત્ દ્રવ્યભાવ નાનવડે પવિત્ર થઈને, દ્રવ્યસનાનહાથપગશિરાદિ અવયનું અને ભાવનાન મલિન અધ્યવ સાયનું-શરીર તથા મનથી સ્વચ્છ થઈને, વેત અને શુભ વસ્ત્ર પહેરીને-શુભ શબ્દથી શ્વેત વર્ણ સિવાયના બીજા પણ ફક્ત પીતાદિ વર્ણવાળા શુભ વસ્ત્રો પહેરીને, આગમ પ્રધાન બનીને તથા આલોક પરલેકાદિના સાંસારિક ફલની કામનાથી રહિત બનીને, જે જે પ્રકારે ભાવની અત્યંત વૃદ્ધિ થાય તે તે પ્રકારે પુષ્પ અને વસ્ત્રાદિની સામગ્રીથી સજજ બનીને-શ્રી જિનરાજની પૂજા કરવી જોઈએ. (૫)
"कायादियोगसारा त्रिविधा तच्छुद्धयुपातवित्तेन । : या तदतिचाररहिता सा परमाऽन्ये तु समयविदः ॥ ६॥ ...
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૨૩
विघ्नोपशमन्याद्या गीताभ्युदयप्रसाधनी चाऽन्या । निर्वाण साधनीति च फलदा तु यथार्थ संज्ञाभिः ॥ ७ ॥
સમયવેદી અન્ય આચાયે! કાયાદિ ત્રણ ચેગેાની પ્રધાન તાથી ત્રણ પ્રકારની પૂજાને ફરમાવે છે. કાયયેાગસાર, વચનયાગસાર અને મનાયેાગસાર-કાયાદિના ઢાષાના જેમાં ત્યાગ છે, એવી અતિચાર રહિત પૂજા, એ પણ પ્રધાન પૂજા છે. (૬)
પહેલી કાયયેાગસાર-કાયાના દોષથી રહિત પૂજાને વિધ્નેપશમની, ખીજી વચનચેાગસાર-વાણીના દોષથી રહિત પૂજાને અભ્યુદયપ્રસાધની અને ત્રીજી મનાયાગસાર મનના દોષથી રહિત પૂજાને નિર્વાણુસાધની, એ રીતે યથાર્થ સ’જ્ઞાવાળી નામ મુજબ ફુલને આપનારી ત્રણ પ્રકારની પૂજા કહેલી છે. (૭)
એ ત્રણ પ્રકારની પૂજાના અન્વથ એવા બીજા પણ ત્રણુ નામ શ્રી પૂજાવિ’શિકામાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહેલાં છે. સમન્તભદ્રા, સમગલા અને સવ સિદ્ધિફલા. પ્રથમ પૂજા પ્રથમ અવચક્ર ચેાગથી અવિરતિ સમ્યગદૃષ્ટિને હાય છે. બીજી પૂજા દ્વિતીય અવ'ચક્ર ચેગથી ઉત્તરગુણધારી શ્રાવકને હોય છે. ત્રીજી પૂજા તૃતીય અવ’ચક ચેાગથી મૂલાત્તર ગુણધારી પરમ શુદ્ધ શ્રાવકને હોય છે. પ્રથમ પૂજામાં પૂજક પેાતે સુગન્ધિત પુષ્પાદિની સામગ્રી લાવે છે. દ્વિતીય પૂજામાં ક્ષેત્રાન્તરથી ખીજા પાસે મગાવે છે. તૃતીય પૂજામાં ત્રણ લેાકમાં જેટલી સુંદર વસ્તુઓ છે તે નન્દનવનગત પારિજાત કુસુમાદ્રિ સ'ને મનથી પાતે
Page #251
--------------------------------------------------------------------------
________________
લાવે છે. અખિલ ગુણાધિક–સમસ્ત પ્રાણીગણથી અધિક ગુણવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા અખિલગુણાધિક પૂજો પકરણ વડે સર્વ કરતાં અધિક ગુણવાલાં સારભૂત પૂજાના ઉપકરણો વડે બુદ્ધિમાન પુરુષોએ કરવી જોઈએ. એ રીતે કરેલી પૂજા જ ચિત્તને પરિપૂર્ણ સંતોષ આપનારી થાય છે. અન્યથા નહિ
અન્ય ગ્રન્થમાં પંચોપચારી, અપચારી સર્વોપચારી તથા ત્રણ પ્રકારની પૂજા અન્ય રીતે પણ કહી છે.
પંપચારીપૂજા-ઉપચાર એટલે પૂજાની સામગ્રીપુષ્પ, અક્ષત, ગંધ, ધૂપ અને દીપ અથવા જળ, ચન્દન, પુષ્પ, ધૂપ અને દીપ એમ પાંચ પ્રકારની પૂજા કહી છે.
અપચારીપૂજા-પુષ્પ, અક્ષત, ગંધ, દીપ, ધૂપ, નૈવેદ્ય, ફળ અને જળ. એમાં જળપૂજા પ્રથમ કરવાની છે. પછી ગંધ (વિલેપન), પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ અથવા ફળ પછી નૈવેદ્ય | સર્વોપચાર પૂજા-પૂજાને યોગ્ય સર્વ પ્રકારની વસ્તુઓ વડે પૂજા કરવી તે. સત્તરભેદી, એકવીસ પ્રકારી, એકસો આઠ પ્રકારી ઈત્યાદિ. અંગ, અગ્ર અને ભાવ એ ત્રણે ભેદેથી પૂજા કરવી, તે પણ સર્વોપચાર પૂજા કહેવાય છે.
અંગપૂજાને વિદને પશામિકા–વિદને શમાવનારી, અગ્રપૂજાને અયુદય સાધન-સ્વર્ગાદિ સંપત્તિને આપનારી તથા ભાવપૂજાને નિવૃત્તિકારિણી-અવ્યાબાધ સુખ સ્વરૂપ
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૫
મુક્તિને આપનારી કહી છે.
અંગપૂજા એટલે પ્રભુના શરીર સંબંધી પૂજા. પ્રથમ નિર્માલ્ય ઉતારવું, મોરપીંછીથી પ્રમાર્જના કરવી, પંચામૃતથી અભિષેક કરે, અંગભૂંછણ કરવાં, વિલેપન કરવું, નવ અંગે પૂજા કરવી, પુષ્પ ચઢાવવાં, અંગરચના કરવી, કરતુરી આદિવડે પ્રભુના શરીરે પત્ર વિગેરેની રચના કરવી, આભૂષણ પહેરાવવા ઈત્યાદિ.
અગ્રપૂજા-એટલે પ્રભુની આગળ ધૂપ કર, દીપક કરે, અક્ષતાદિ વડે અષ્ટ મંગળ આલેખવા, પુષ્પના પગર ભરવા, ઉત્તમ ફળ મૂકવા, અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એ ચાર પ્રકારનાં નેવેદ્ય ધરવા, આરતી, મંગળદી ઉતાર, ગીતનૃત્ય વાજિંત્રાદિ વગાડવા ઈત્યાદિ.
ભાવપૂજા એટલે ચૈત્યવન્દન, સ્તવન, તુતિ, તેત્ર, જપ, અને કેટલાક આચાર્ય મહારાજાના મત પ્રમાણે ગીત, નૃત્ય, વાજિંત્રાદિ પણ ભાવપૂજા ગણાય છે.
૧૫
Page #253
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત દેવાધિદેવના દર્શન-પૂજન
આદિનું ફળ. પ્રણમું શ્રી ગુરુરાજ આજ, જિનમંદિર કેર પુણ્ય ભણ કશું સફલ, જિન વચન ભલે. ૧ દેહરે જાવા મન કરે, ચોથ'-તણું ફલ પાવે, જિનવર જુહારવા ઉઠતાં, છઠ–પિતે આવે. ૨ જાવા માંડયું એટલે, અઠ્ઠમ–તણું ફલ હોય; ડગલું ભરતાં જિનભણી, દશમ–તણું ફલ જોય. ૩ જાઈસ્યુ જિનવર ભણી, મારગ ચાલતા હવે દ્વાદશ"તણું પુણ્ય, ભક્તિ માલંતા. ૪ અર્ધ પંથ જિનહર-તણે, પંદર ઉપવાસ દીઠે સ્વામીત ભવન, લહીએ એક માસ. ૫ જિનહેર પાસે આવતાં, છ માસી ફલ સિદ્ધ) આવ્યા જિનહર બારણે, વરસીતપ ફલ લીધ. ૬
૧-એક ઉપવાસ. ર-બે ઉપવાસ –ત્રણ ઉપવાસ. ૪-ચાર ઉપવાસ. પ-પાંચ ઉપવાસ.
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૨૭
સો વર્ષ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણા દેતાં; સહસ વર્ષ ઉપવાસ પુણ્ય, જિન નજરે જોતાં. ૭ ભાવે જિનવર જુહારીએ, ફલ હવે અનંત, તેથી લહીએ સો ગણું, જે પૂજે ભગવંત. ૮ ફલ ઘણું ફૂલની માલ, પ્રભુકાઠે ઠવતાં; પાર ન આવે ગીત નાદ, કેરાં ફલ થતાં. ૯ નિરમલ તન મને કરી, ઘુણતાં ઈન્દ્ર જગીશ; નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ. ૧૦ જિનવર ભક્તિ વલી એ, પ્રેમે પ્રકાશી, નિસુણી શ્રી ગુરુવયણ સાર, પૂર્વ ઋષિ ભાષી. ૧૧ અષ્ટ કર્મને ટાલવા, જિનમંદિર જઈશું; ભેટી ચરણ ભગવંતના, હવે નિરમલ થઈશું. ૧૨ કીર્તિવિજય ઉવઝાયને, વિનય કહે કરજોડ; સફલ હાજે મુજ વિનતિ, જિન સેવાનું કોડ. ૧૩
ઉપરોક્ત ચૈત્યવન્દનમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ શ્રી જિનેશ્વરદેવ અને તેમના ચૈત્ય આદિનાં દર્શન. રતવન, પૂજન, આદિની ભક્તિનું ફળ, પૂર્વ મહર્ષિઓએ જે રીતે પ્રકાણ્યું છે, તે રીતે વર્ણવી બતાવ્યું છે. એ જ વાતને પૂર્વાચાર્ય મહર્ષિઓ નીચેના શબ્દોમાં સમર્થન કરે છે.
संपत्तो जिणभवणे, पावइ छम्मासिकं फलं पुरिसो। संवच्छरिअं तु फलं, दारदेसडिओ लहइ ॥ १ ॥
Page #255
--------------------------------------------------------------------------
________________
२२८
શ્રી જિનભવનને પ્રાપ્ત થયેલે પુરૂષ છ માસના ઉપવાસના ફલને પામે છે અને દ્વાર દેશે પહોંચેલ પુરૂષ સંવત્સર-બાર માસના ઉપવાસના ફલને પામે છે. (૧)
વળી
पयाहिणेण पावइ, वरिससयं फलं तओ जिणे महिए । पावइ वरिससहस्सं अणंतपुण्णं जिणे थुणिए ॥ २ ॥
પ્રદક્ષિણા દેવાથી સે વર્ષના ઉપવાસના ફલને પામે છે, શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના ફળને પામે છે અને શ્રી જિનેશ્વરની સ્તુતિ કરવાથી જીવ અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. (૨) એ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે –
सयं पमज्जणे पुण्णं, सहस्सं च विलेवणे । सयसाहस्सिआ माला, अणतं गीअवाईए ॥ २ ॥
શ્રી જિનેશ્વર પ્રભુના બિસ્મને પ્રમાર્જન કરતાં સો ગુણું, વિલેપન કરતાં હજાર ગણું, પુષ્પની માળા ચઢાવતાં લાખ ગુણું અને ગીત તથા વાજિંત્ર વગાડતાં અનંતગણું પુણ્ય ઉપાર્જન થાય છે. (૩)
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માની સ્તુતિ આદિ
માટેનું સ્તોત્ર કેવું હોવું જોઇએ ?
શ્રી અરિહંત પરમાત્માનું સ્તવન મેઘની ગર્જનાની જેમ ગંભીર અને મધુર ધ્વનિવાળું તથા અર્થથી મહાન અર્થાત થોડા અક્ષરોમાંથી પણ ઘણે અર્થ નીકળે તેવું તથા ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનથી ભરપૂર હોવું જોઈએ.
સુવિહિત શિરોમણિ આચાર્ય પુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી ષડશક પ્રકરણમાં સ્તોત્રો કેવાં હોવાં જોઈએ? તે સંબંધમાં ફરમાવે છે કે
पिण्डक्रियागुणगतर्गम्भीरैर्विविधवर्णसंयुक्तः । મારાથવિરુદ્રઝન સંપાયઃ પુઃ | 8 पापनिवेदनगर्भः प्रणिधानपुरःसरैर्विचित्राऽथैः ।
अस्खलितादिगुणयुतैः स्तोत्रश्च महामतिथितैः ।। २ ।। તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે– પિંડ-શરીર એક હજાર ને આઠ લક્ષણોથી યુક્ત. ક્રિયા-આચાર અથવા ચરિત્ર, તે સર્વથી ચઢીયાતું, જય પરિષહ અને ઉપસીને પણ જીતનારૂં. તથા
Page #257
--------------------------------------------------------------------------
________________
ગુણ -શ્રદ્ધા, જ્ઞાન અને વિરતિ આદિ જીવના સહવર્તિ પરિણામો, કેવલજ્ઞાન, કેવળદર્શન અને ક્ષાયિક ચારિત્રાદિના વર્ણનથી યુક્ત.
ગંભીર-સૂમ મતિથી સમજાય તેવા ભાવથી ભરેલાં અથવા આંતરિક ભાવથી રચાયેલાં.
વિવિધવસંયુક્ત વિભિન્નઈદ અને અલંકારોના કારણે વિચિત્ર પ્રકારના અક્ષર સંગવાળાં.
આશયવિશુદ્ધિજનક-ભાવવિશુદ્ધિને ઉત્પન્ન કરનારાં.
સંવેગપરાયણ-સંવેગ એટલે સંસારભય અથવા મોક્ષાભિલાષાની તત્પરતા જણાવનારા.
પુણ્ય-પુણ્યબંધના કારણભૂત અથવા પવિત્ર-૧
પાપનિવેદનગતિ -રાગદ્વેષ અને મેહથી સ્વયં કરેલાં, કરાવેલાં અને અનુમોદેલાં પાપોના નિવેદનથી ગતિ.
પ્રણિધાનયુક્ત-ચિત્તની એકાગ્રતા અને ઉપગપૂર્વક. વિચિત્ર-બહુ પ્રકારના અર્થવાળાં.
અખલિતાદિ ગુણેથી યુક્ત-આદિ શબ્દથી અમીલિત વિરામાદિથી સંયુક્ત, અવ્યત્યાગ્રંડિત-પુનરુક્તિ આદિ દે વિનાના.
મહામતિગ્રથિત-મહાબુદ્ધિમાન પુરુષથી વિરચિત તોત્ર-સ્તુતિ વિશેષ વડે શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરવી જોઈએ.
Page #258
--------------------------------------------------------------------------
________________
એ જ મહર્ષિ “શ્રી ફરમાવે છે કે –
બિદુ” નામના ગ્રન્થરત્નમાં
स्थानकालक्रमोपेतं, शब्दार्थानुगतं तथा । अन्याऽसंमोहजनकं, श्रद्धासंवेगसूचकम् ॥ १ ॥ प्रोल्लसद्भावरोमाञ्चं, वर्धमानशुभाशयम् । अवनामादिसंशुद्ध,-मिष्टं देवादिवन्दनम् ॥ २ ॥ સ્થાન-ચિત્યવંદન સ્તુતિ આદિને ચગ્ય શરીર સંસ્થાન કાલ-સભાવયાદિ. કમ-પ્રણિપાતદંડકાદિ સૂત્રો અનુકેમ. તથા શબ્દાર્થનુગત-સૂત્રના અર્થ માં ઉપયોગ યુક્ત,
અન્યાસમાહજનક–પિતાના સિવાય બીજા જે ત્યવન્દન સ્તુતિ આદિમાં પ્રવૃત્ત થયા હોય તેઓને સંહપીડા ઉત્પન્ન ન થાય તે રીતે યુક્ત. સ્વરથી-અતિ ધીમ પણ નહિ અને અતિ ઉચે પણ નહિ તેવા સ્વરે.
શ્રદ્ધાસવેગસૂચક-મોક્ષની તીવ્ર અભિલાષા અને ભવનિર્વેદને અભિવ્યક્ત-પ્રગટ કરનાર–૧.
પ્રોલસભાવોમાંચ-સ્વાભાવિક પુલક રોમાંચને અનુભવ થઈ રહ્યો હોય તેમ.
વધતા જતાં શુભ આશયવાળું. તથા
Page #259
--------------------------------------------------------------------------
________________
२३२
પ્રણામાદિ નિરવધ ક્રિયાયુક્ત-દેવાવિન્દન, આદિ શબ્દથી ગુર્વાદિવન્દન-સ્તવન વિગેરે કરવાં તે શાસ્ત્રકારને અભિમત છે-૨.
शुभभावार्थ पूजा स्तोत्रेभ्यः स च पर शुभो भवति । सद्भूतगुणोत्कीर्त्तनसंवेगात् समरसापच्या || ३ ||
શ્રી જિનપૂજા શુભ ભાવ માટે કરવાની છે. ઉત્તમ સ્તત્ર વડે તે ભાવ પરમ-પ્રકૃષ્ટ શુભ થાય છે. પુષ્પાદિ વડે પૂજા કરવાથી જેમ ભાવની વિશુદ્ધિ થાય છે તેમ Ôાત્રાદિ વડે પણ શ્રી જિનભક્તિ કરવાથી પૂર્વની અપેક્ષાએ અત્યંત શુભ અધ્યવસાયે ઉત્પન્ન થાય છે. કારણ કે સ્તત્રાદિ વડે શ્રી જિનેશ્વરદેવાના સદ્ભૂત-વિદ્યમાન અને સત્ય શુભેાનુ સંકીત્તન થાય છે તેથી સ'વેગ-માક્ષના અભિલાષ પ્રગટે છે માક્ષાભિલાષાથી સમર્સ-સમભાવના અભિલાષ પ્રગટે છે. અને સમરસની પ્રાપ્તિ એ જ શુભ સ્રાવની પરાકાષ્ટા છે-૩.
Page #260
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવન્દન આદિ ક્રિયાની શુદ્ધિ માટે ઉપયાગી માર્ગદર્શન.
શ્રી જૈનશાસનમાં પ્રણિધાનાદિ આશયેાથી વિશુદ્ધ એવા ચૈત્યવન્દનાદિ સઘળાય ધર્મોના વ્યાપાર, મહાસુખસ્વરૂપ માક્ષની સાથે આત્માને જોડનારા હાવાથી ‘ચૈઞ’ સ્વરૂપ મનાચે છે. તેમાં પણ ચૈત્યવદનાદિ ક્રિયા કરતી વખતે સ્થાન અને વર્ણાદિના ઉપયોગ રાખવાથી વિશેષ કરીને ચાગ’ માની સાધના થાય છે. ચૈાગની એ વિશેષ સાધનાના શાસ્ત્રમાં પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. સ્થાન-મુદ્રાએા", વણુ -અક્ષર, અ-શવાસ્થ્ય, આલેખન-કાયાત્સદિ અને નિરાલખન-એકાગ્રતાપૂર્વક સિદ્ધનું સ્મરણ ઈત્યાદિ ચાગના પાંચ પ્રકાર છે. એમાં પહેલા એ ક્રમ-ક્રિયા ચાઞ છે અને પછીના ત્રણ જ્ઞાનયોગ છે. એ પ્રત્યેકના પાછા ચાર ચાર ભેદ છે. ઇચ્છાયાગ, પ્રવૃત્તિયાગ, સ્થિયૈાગ અને સિદ્ધિયોગ, ચૈત્યવંદનાદિ ક્રિયાને વિષે સ્થાન, વણુ, અર્થ અને આલંબન વિગેરેતુ' વિભાવન–વારવાર સ્મરણ કરવું, એ અત્યંત કલ્યા તુ' કારણ મનાયેલું છે. પ્રણિધાનાદિ માગવા અને સ્થાનાદિ ચાગેાના ઉપયેગ વિનાની ક્રિયાને શાસ્ત્રેમાં તુચ્છક્રિયા–દ્રવ્ય ક્રિયા તરીકે સમાધી છે. સ્થાનાયિગ રહિત પુરૂષને
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ચૈત્યવદનાદિ સૂત્ર ભણાવવાની પણ શાસ્ત્રો ના પાડે છે. સ્થાનાદિ યાગયુક્ત અનુષ્ઠાનના પણ ચાર ભેદ પાડવામાં આવ્યા છે, પ્રીતિ-અનુષ્ઠાન, ભક્તિ-અનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અસ`ગાનુષ્ઠાન એ રીતે ચાગના એશી (૮૦) પ્રકાશ ‘શ્રી યાગવિશિકા' આદિ ગ્રન્થામાં શ્રી હરિભદ્રસૂરીશ્વરાદિ મહર્ષિએએ ફરમાવ્યા છે. પ્રણિધાનાદિ આશયે, સ્થાનાદિ અને ઇચ્છાદિ ચંગા તથા પ્રીતિઆદિ અનુષ્ઠાનાનુ સ્વરૂપ વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાઓએ ગુરુગમદ્વારા સમજવા પ્રયાસ કરવા. અહી તા ક્રિયાશુદ્ધિ માટે ખાસ જરૂરી બાબતાનુ ટ્રકમાં દિગ્દર્શન માત્ર કરવામાં આવ્યું છે,
ક્રિય શુદ્ધિ માટે સૌથી વિશેષ જરૂરી ચિત્તની એકાવ્રતાની છે. શાસ્ત્રોમાં એને ‘ પ્રણિધાન ’ શબ્દથી ઓળખાવેલ છે. પ્રણિધાનના મહિમા વર્ણવતાં કહ્યુ` છે કે——
प्रणिधानं कृतं कर्म, मतं तीव्रविपाकवत् । सानुबन्धत्वनियमात् शुभांशाच्चतदेव तत् ॥ १ ॥
?
પ્રણિધાન-ચિત્તની એકાગ્રતાપૂર્વક કરેલું કર્મ તીવ્ર વિપાક-કુળને આપનારૂ છે. પ્રણિધાનયુક્ત ક્રમ અનુ.'ધના નિયમવાળુ હાય છે તથા શુભ અ ́શવાળુ પણ હોય છે. અનુબંધના નિયમવ છું એટલે પરપરાએ અધિક અધિક શુભ કર્મીની પ્રાપ્તિ કરાવનારૂ અને શુભાશયવાળુ એટલે પુણ્યાનુબંધી પુણ્યના બધ કરાવનારૂં છે (1)
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૩૫
પ્રણિધાનનું સ્વરૂપ ટૂંકમાં દર્શાવતાં શાસ્ત્રકાર મહર્ષિ એએ ફરમાવ્યું છે કે કે
विशुद्धभावनासारं, तदर्थाऽर्पितमानसम् । યથાશ
િયાત્રિ, પ્રણિધાન્ન મુનિ || ૨ | ” જેમાં ભાવના-ચિત્તને આશય વિશુદ્ધ છે. જેમાં મન તેના અર્થને વિષે અર્પિત છે તથા જેમાં ક્રિયા શક્તિથી હીન પણ નથી તેમ અધિક પણ નથી, તેને શ્રી જિનેશ્વરદેવ “પ્રણિધાન” કહે છે. (૨) વિશુદ્ધ ભાવનાનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે
उपादेयधियाऽत्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् ।। फलाभिसन्धिरहितं, संशुद्धं ही एतदीदृशम् ॥ ३ ॥" જેમાં “આજ એક સારભૂત છે” એવી અત્યંત ઉપાદેય બુદ્ધિ રહેલી છે, જેમાં આહારાદિ કે લોભાદિ સંજ્ઞાઓનું વિષ્ક ભણકાણ છે તથા જે ફલની અભિસંધિ આકાક્ષાથી રહિત છે, તે અનુષ્ઠાનને “સંશુદ્ધ” અથવા વિશુદ્ધ ભાવનાયુક્ત કહેલું છે. (૩) પુષ્ટિ-પુણ્યોપચય, શુદિ-પાપક્ષય અને શુભાનુબંધ માટે શાસ્ત્રકારોએ ક્રિયાના પાંચ આશયો બતાવ્યા છે.
તે અનુક્રમે નીચે મુજબ છે – પ્રણિધાન-પિતાથી હીન કોટિવાળા જ ઉપર
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૬
છેષભાવ રાખ્યા વિના પરોપકાર સાધવાની અભિલાષાપૂર્વક વય નિરવ અનુષ્ઠાન સાધવામાં સાવધાન-એકાગ્ર રહેવું.
પ્રવૃત્તિ-અધિકૃત ધર્માનુષ્ઠાનને વિષે ઉત્સુકતા વિના અતિશય પ્રયત્નપૂર્વક પ્રકૃષ્ટ અને નિપુણ ઉપાયવડે પ્રવૃત્તિ કરવી.
વિષ્ણજય-ધર્મમાં અંતરાય કરનારા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિનું નિવારણ કરવું, માર્ગમાં જતાં જેમ કંટક, જવર અને દિશાહ વિનભૂત થાય છે, તેમ મુક્તિનું અનુષ્ઠાન કરતાં કંટકવિદનસમાન શીતાણાદિ પરીષહે છે, જવવિદનસમાન શારીરિક રંગો છે અને દિશામહ સમાન મિથ્યાત્વાદિને ઉદય છે, તેને અનુક્રમે આસનવડે, અનિવડે અને ગુરુસેવાદિ વડે જય થાય છે. આસન સિદ્ધાસનાદિ અને અશન-હિત મિત આહારદિ.
સિદ્ધિ-અધિકૃત અહિંસાદિ ધર્માનની સિદ્ધિ પ્રાપ્તિ. જેમાં અધિક ગુણ પ્રત્યે વિનય, હીન ગુણ અથવા નિર્ગુણ પ્રત્યે દયા અને મધ્યમગુણ પ્રત્યે ઉપકારની ભાવના પ્રધાનપણે હોય છે.
વિનિયોગ-સ્વ પ્રાપ્ત ધર્મસ્થાનને યથાયોગ્ય ઉપાય વડે અન્યને પમાડવું. એથી અનેક જન્મ જન્માક્તર સુધી પ્રકૃણ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયા કરે છે.
પ્રણિધાનાદિથી પરિશુદ્ધ સર્વ ધર્મવ્યાપાર અનુબંધવાળો હેવાથી યોગ કહેવાય છે. તેમાં પણ સ્થાનાદિની બુદ્ધિપૂર્વક
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૩૭
થતે ધર્મવ્યાપાર વિશેષ કરીને “ગ” સંજ્ઞાને પ્રાપ્ત કરે છે. સ્થાનાદિ વેગની સાધના વિપુલ કલ્યાણને શીધ્ર આપનારી થાય છે. તે સ્થાનાદિ ભેગના પ્રકારો નીચે મુજબ છે.
સ્થાનોગ-સ્થાન-આસનવિશેષ, કાયેત્સર્ગાસન, પર્યકાસન અને પદ્માસન ઈત્યાદિ તથા યોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા ઇત્યાદિનું યથાયોગ્ય પાલન.
વચગ-વર્ણ-શબ્દ. ક્રિયાદિમાં બોલવામાં આવતા સૂત્રના અક્ષરનું શુદ્ધ ઉચ્ચારણ.
અથાગ-શબ્દને અર્થ-વાઅભિધેય અથવા તાત્પર્ય ચિન્તવન.
આલંબનગ-આહા પ્રતિમાદિવિષયક એકાગ્રતા પૂર્વક યાન.
* ૧ ચૈત્યવંદનમાં સ્તવ પાઠ (નમેન્થર્ણ ઈત્યાદિ) ગમુદ્રાથી, વંદન (અરિહંત ચેઇયાણું આદિ ) જિનમુદ્રાથી અને પ્રણિધાન (જ્ય વિયરાય ઇત્યાદિ) મુક્તાશુક્તિમુદ્રાથી કરવાના હોય છે. યોગ એટલે સમાધિ અથવા બે હાથને સંગ. તેની મુખ્યતાવાલી મુદ્રા તે ગમુદ્રા. જિન એટલે (વિદનેને) જીતનારી મુદ્રા, મુક્તાશુક્તિ એટલે મોતીની છીપ સમાન મુદ્રા. (૪) ગમુદ્રામાં પરસ્પર અંતરિત કરવાથી કમળના ડોડાના આકારવાળા થયેલા બે હાથયુક્ત બંને કેણીને પેટ ઉપર સ્થાપન કરવાનું હોય છે. જિનમુદ્રામાં બે પગને આગળને ભાગ ચાર આગળ અંતરવાળો અને પાછલે ભાગ તેથી કાંઈક ઓછા અંતરવાળો રાખી બે હાથ જોડી સ્થિર ઉભા રહેવાનું હોય છે. મુક્તાશુતિ મુકામાં બને હાથ પિલા જેડી લલાટથાને લગાડવાનાં હોય છે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૧૩૮
અનાલ અન-જેમા રૂપિ દ્રવ્યનુ આલમ્બન નથી તેવી નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિ. સ્થાન અને વણુ, એ એ સાક્ષાત્ ક્રિયા રૂપ છે માટે કયાગ કહેવાય છે. અથ, આલંબન અને અનાલ’મન, એ ત્રણ સાક્ષાત્ જ્ઞાનરૂપ છે માટે જ્ઞાનયોગ કહેવાય છે.
સ્થાનાદિ પ્રત્યેક યાગના ચાર ચાર પ્રકાર છે. તેના ક્રમ નીચે મુજબ છે.
ઇચ્છાયાગ-સ્થાનાદિચાયુક્ત યાગીઓની કથામાં પ્રીતિ- જાણવાની ઇચ્છા અથવા જાણવાથી થયેલા હ તે પણ યથાવિહિત સ્થાનાદિ ચેાગને સાધવાની ઇચ્છારૂપ છે.
પ્રવૃત્તિયેાગ-યથાવિહિત સ્થાનાદિ યાગનું` અવિકલપરિપૂર્ણ પાલન.
સ્થિરયાગ અભ્યાસના સાષ્ડવથી યથાવિહિત સ્થાનાદિ ચેાગનુ* અતિચાર રહિત સપૂર્ણ પાલન.
-
સિદ્ધિયાગ—સ્થાનાદિ યાગની સ'પૂર્ણ સિદ્ધિ-જેનાથી ચાગની સિદ્ધિ વિનાના બીજા પ્રાણીએને પણ તેની સમીપમાં ચૈાગતું ફળ પ્રાપ્ત થાય છે. જેમકે સિદ્ધયેગીની પાસે હિસાશીલ પ્રાણી પશુ હિહંસા કરી શકતા નથી, અસત્યપ્રિય પ્રાણી પશુ અસત્ય એલી શકતા નથી. ઇત્યાદિ.
અથવા સ્થાનાદિ પ્રત્યેક ચાગ અનુષ્ઠાનના ભેદે ચાર ચાર પ્રકારના છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૯
પ્રીતિઅનુષ્ઠાન—જેમાં પ્રયત્નના અતિશય હાય, પરમ પ્રીતિ હાય અને શેષક્રિયાના ત્યાગ હોય, તે પ્રીતિ અનુષ્ઠાન છે.
ભક્તિઅનુષ્ઠાન--જેમાં પ્રયત્નના અતિશય હાય, પરમ ભક્તિ હાય અને શેષ ક્રિયાના ત્યાગ હાય તે શક્તિ અનુષ્ઠાન છે. પત્ની અને માતાનું કૃત્ય સમાન હાય છે. પરન્તુ પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે અને માતા પ્રત્યે ભક્તિ હાય છે. એટલે! પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વચ્ચે તફાવત છે.
વચનાનુષ્ઠાન-શાસ્ત્રના વચન મુજખ સત્ર ઉચિત પ્રવૃત્તિ કરવી તે વચનાનુષ્ઠાન છે.
અસંગાનુષ્ઠાન—દેઢતર સાંસ્કારથી શાસ્ત્રના વચનની અપેક્ષા વિના ચંદનગંધ સમાન સ્વભાવથી જ શુદ્ધ અનુષ્ઠાન થવું તે અસંગ અનુષ્ઠાન છે. તે જિનકલ્પિકાદિ મહામુનિઓને હાય છે. ચક્રનુ ભ્રમણ જેમ પ્રારંભમાં ક્રૂડના વ્યાપારથી હાય છે પણ પછી પેાતાની મેળે જ 'સ્કારના ગે ર્યાં કરે છે. તેમ વચનાનુષ્ઠાન એ વચનના વ્યાપારથી હાય છે અને અસંગ અનુષ્ઠાન વચનના વ્યાપારથી જનિત સ'કારવિશેષથી હાય છે.
બીજી રીતે પણ અનુષ્ઠાનનાં પાંચ પ્રકાર બતાવ્યા છે— વિષાનુષ્ઠાન-વિષ સ્થાવર અને જગમ એમ બે પ્રકારનું છે. સેમલાદિ એ સ્થાવર વિષ છે અને સર્પાદિ એ જગમ વિષ છે. એ ઉભય પ્રકારનું વિષ જેમ પ્રાણના નાશ કરે છે, તેમ લબ્ધિ કીતિ આદિ આ લેકના લની અપેક્ષાથી
Page #267
--------------------------------------------------------------------------
________________
કશ્યામાં આવતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કહેવાય છે. ધર્મ કરતી વખતે અપેક્ષા-આલેકના ફલની ઈચ્છા રાખવી તે અંતઃકરણના પરિશુદ્ધ પરિણામને તકાલ નાશ કરે છે તથા કહપતરૂ અને ચિન્તામણિ આદિની ઉપમાઓથી પણ અધિક એવા ધર્મવડે તુચ્છ એવી કીર્તિ આદિના લાભની આકાંક્ષા ધર્મની લઘુતા કરાવનાર થાય છે, તેથી પણ તે અનુષ્ઠાન વિષ સ્વરૂપ છે.
ગરાનુષ્ઠાન-કુદ્રવ્યના સંગથી ઉત્પન્ન થનારું વિષવિશેષ-કાચાદિ દ્રવ્યને ગર કહેવાય છે. ઐહિક ભેગથી નિઃસ્પૃહ કિન્તુ સ્વર્ગસુખની પૃહાવાળા અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે. જેમ વિષ તત્કાલ પ્રાણનો નાશ કરે છે અને ગર કાલાન્તરે નાશ કરે છે, તેમ ગરાનુષ્ઠાન પણ પુણ્યક્ષય થયા બાદ ભવાન્તરમાં મહા અનર્થને કરનારું થાય છે.
અનનુષ્ઠાન-ઉપયોગશૂન્ય અનુષ્ઠાન-સનિપાતથી ઉપહત થયેલ મૂછિત આત્માને જેમ કેઈ પણ પ્રકારનું ભાન હેતુ નથી તેમ અતિશય મુગ્ધ એવા આત્માને કઈ પણ પ્રકારની સમજણ વિના થતું અનુષ્ઠાન, તે અનનુષ્ઠાન કહેવાય છે, સારાંશ કે એ અનુષ્ઠાન અનુષ્ઠાન જ નથી.
તત્વનુષ્ઠાન-જેમાં સદનુષ્ઠાન-તાત્વિક અનુષ્ઠાન પ્રત્યે બહુમાન છે, મુક્તિ પ્રત્યે અષ અથવા મુક્તિ પ્રત્યે કિંચિત્ અનુરાગ થવાથી શુભભાવ પણ રહે છે, તથા જે પરિણામે તાત્વિક અનુષ્ઠાનરૂપે પરિણમવાનું છે, તે તત અનુષ્ઠાન કહેવાય છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
અમૃતાનુષ્ઠાન—
૪૧
जिनोदितमिति त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुंगवाः ॥ १ ॥
આ અનુષ્ઠાન શ્રી જિનેશ્વરાએ કહેવુ છે માટે એજ એક તત્ત્વ છે એવા પ્રકારની પરિણતિથી ભાવસાર-શ્રદ્ધાપ્રધાન અને સવેગગ-માક્ષની અભિલાષા સહિત કરાતા અનુષ્ઠાનને ગૌતમાદ્ધિ મહામુનિએ અમૃતાનુષ્ઠાન કહે છે. અમરણ-મુક્તિના વય હેતુ હોવાથી તેને અમૃત કહેવાય છે. અમૃતાનુષ્ઠાનનું લક્ષણ ખાંધતાં અન્યત્ર પણ કહ્યું
છે કે
તગત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણેા; વિસ્મય પુલક પ્રમાદ પ્રધાન, લક્ષણ એ છે અમૃતક્રિયા તણેા-૧. જેમાં ચિત્તની એકાગ્રતા છે, જે શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત છે, જેમાં શુભ ભાવની અત્યંત વૃદ્ધિ છે, જે કરતી વખતે ભવના અતિશય ભય છે, ચિત્તમાં વિસ્મય છે, શરી રમાં રામાંચ ખડા થાય છે અને દરિદ્રને નિધાનની પ્રાપ્તિ કે જન્માષને નેત્રની પ્રાપ્તિથી પણ જેમાં અધિક આનંદ છે, એ પ્રકારના લક્ષણુવાળા અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેવાય છે. એવુ અનુષ્ઠાન એક જ વાર પ્રાપ્ત થઈ જાય તા પણ તેના સ્વાદ કઢી પણ જતા નથી. ઉપરાક્ત પાંચ પ્રકારના અનુષ્ઠાનામાં પ્રથમના ત્રણ અનુષ્ઠાના ચેાગાભાસ હાવાથી નિક અને નુકશાનકારક છે. છેલ્લા બે અનુષ્ઠાન યાગસ્વરૂપ હાવાથી આત્માને અત્યંત હિત કરનાર છે.
१६
Page #269
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પૂજાથી આઠે કર્મના ક્ષય.
ચૈત્યવદન, સ્તુતિ અને સ્તોત્રાદિક વડે શ્રી જિનગુણનું જ્ઞાન થવાથી જ્ઞાનાવરણીય કમ નાશ પામે છે.
શ્રી જિનમૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રાનુ સાફલ્ય થવા સાથે દનાવરણીય કમ નાશ પામે છે.
જીવયતના અને જીવની દયાની ભાવનાપૂર્વક શ્રી જિનપૂજા થતી હોવાથી અશાતા વેદનીય આદિ કમના ય થાય છે.
શ્રી અરિહંત પરમાત્માના ગુણના સ્મરણથી દનમાહનીય અને શ્રી સિદ્ધ પરમાત્માના ગુણના સ્મરણથી ચારિત્ર માહનીય કમ નાશ પામે છે
અક્ષય સ્થિતિને વરેલા શ્રી જિનેશ્વર દેવના પૂજનના શુભ અધ્યવસાયથી ચારે ગતિના આયુષ્ય કમ ના છેદ
થાય છે.
શ્રી જિનેશ્વર દેવના નામસ્મરણ આદિથી સ`સારમાં વિચિત્ર પ્રકારના નામ અને આકાર અપાવનાર નામના નાશ થાય છે
શ્રી જિનેશ્વર દેવને વન્દનાદિ કરવાથી નીચગેાત્ર કુના ક્ષય થાય છે.
શ્રી જિનપૂજામાં શક્તિ, સમય તથા દ્રવ્યાદિના સહુપંચાગ થવાથી દાનાંતરાય આદિ પાંચે પ્રકારના અતરાય કુના ક્ષય થાય છે.
wwww
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માની પૂજામાં દાનાદિ
અને ત્રતાદિ ધર્મોની આરાધના.
દાનધર્મ–શ્રી જિનેશ્વરદેવ એ રત્નપાત્ર છે, શ્રી જિનપૂજન માટે અક્ષત, ફળ અને નૈવેદ્ય આદિ ઉત્તમ દ્રવ્યને ઉપયોગ કરનાર પિતાના દ્રવ્ય વડે રત્નપાત્રની ભક્તિ કરે છે, તેથી તેને દાનધર્મની સર્વોત્તમ આરાધના થાય છે.
શ્રી જિનેશ્વર દેવાને દાનની કયાં જરૂર છે ? એમ ન કહેવું. કારણ કે શ્રી જિનેશ્વર દેવને દાનની જરૂર નથી, માટે જ તેઓ સર્વોત્તમ પાત્ર છે. જેઓ દાન ગ્રહણ નથી કરતા, તેઓને દાન આપવાનું શું ફળ? એમ પણ ન કહેવું. કારણ કે ગ્રહણક્રિયા અનેક પ્રકારની હોય છે, તેમાં
અનિષેધક પણ ગ્રહણ કરનાર જ ગણાય છે. અન્યથા જેઓ પિતાની પૂજાના અભિલાષી નથી, તેઓ બધા દાન સન્માનાદિકને પાત્ર નથી, એમ માનવું પડે અને અભિલાષી છે તેટલા જ દાનને પાત્ર ગણાય. પરંતુ જગતમાં તેમ કોઈ માનતું નથી. ઉલટું જે પિતાના સમાનાદિની અભિલાષા રાખે છે, તેઓ અપાત્ર ગણાય છે અને મનથી પણ અભિલાષા
Page #271
--------------------------------------------------------------------------
________________
રાખતા નથી તેઓ જ સર્વોત્તમ ભક્તિને પાત્ર ગણાય છે. શ્રી જિનેશ્વરદે પણ પોતાની પૂજાને સર્વથા ઈચ્છતા નથી માટે જ શ્રી સર્વોત્તમ ભક્તિને પાત્ર છે.
શીલધમ ઈન્દ્રિયોને વશમાં રાખવી તે શીલધર્મ છે. શ્રી જિનપૂજામાં જેટલે કાળ જાય છે, તેટલો કાળ પાંચે ઈન્દ્રિય સંવરભાવને પ્રાપ્ત કરે છે.
તપધર્મ-શ્રી જિનેશ્વર દેવના પૂજનકાળમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ થાય છે, તેથી બાપ થાય છે, અને શ્રી જિનેશ્વર દેવની પૂજાથી વિનય, વૈયાવચ્ચ, ધ્યાન આદિ થાય છે, તેથી અત્યંતર તપ પણ સધાય છે.
ભાવધિમ-શુભ ભાવ વિના સંસારનાં કાર્યોને છોડી શ્રી જિનપૂજામાં સમય ગાળી શકાતું નથી, માટે શ્રી જિનપૂજામાં પ્રવર્તનારને શુભ ભાવ અવશ્ય હોય છે.
અહિંસાધર્મ-શ્રી જિનપૂજા વખતે શ્રી જિન પૂજાના વ્યાપાર સિવાયની સર્વ ક્રિયાને ત્યાગ થાય છે, તેથી સંસારનાં કાર્યો સંબંધી થતી સર્વ હિંસાને તેટલા વખત માટે ત્યાગ થતો હોવાથી અહિંસાધર્મ પણ સધાય છે.
સત્યધર્મ-શ્રી જિનપૂજનના કાળમાં અસત્ય બોલ વાનું હોતું નથી માટે સત્યધર્મ પણ સધાય છે.
અસ્તેયધર્મ-શ્રી જિનપૂજન વખતે ચોરી કરવાની હેતી નથી તેથી અસ્તેય ધર્મની પણ આરાધના થાય છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪૫
બ્રહ્મચર્યધર્મ-શ્રી જિનપૂજનના કાળમાં મન, વચન, કાયાથી શુદ્ધ શીલનું પાલન થાય છે અને સ્વસ્ત્રી સંબંધી પણ વિકાર હેતે નથી, તેથી બ્રહ્મચર્ય ધર્મ પણ સધાય છે.
અપરિગ્રહધર્મ-શ્રી જિનપૂજન માટે મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ નિસાહિ કહીને પ્રવેશ કરવાનો હોય છે, તેથી તેટલા વખત માટે સંસારના આરંભ-પરિગ્રહનાં સર્વ કાર્યોને નિષેધ થવાથી અપરિગ્રહ ધર્મ પણ સધાય છે.
સમ્યત્વધર્મ-શ્રી જિનપૂજા એ સુદેવની ઉપાસના રૂપ હોવાથી સમ્યકત્વની કરણી છે, રાગ-દ્વેષીની ઉપાસના એ મિથ્યાત્વ છે અને શ્રી જિનપૂજાથી રાગી-દ્રષીની ઉપા સનારૂપ મિથ્યાત્વને ત્યાગ થાય છે, તેથી સમ્યકત્વ ધર્મ પણ સધાય છે.
ચારિત્રધર્મ – શ્રી જિનપૂજા એ લૌકિક ઋદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ અર્થે કરવાની નથી હોતી કિન્તુ જ્ઞાન-દર્શનચારિત્રરૂપી રત્નત્રયી તથા તેની આરાધનાના ફળરૂપ મુક્તિની પ્રાપ્તિ અર્થે કરવાની હોય છે. તેથી શ્રી જિનપૂજા કરનાર આત્મા રત્નત્રયીને ઉપાસક બને છે, તેના પ્રતાપે આ જન્મમાં અગર જન્માંતરમાં તેને સર્વવિરતિ ધર્મની અવશ્ય પ્રાપ્તિ થાય છે.
રત્નત્રયી-શ્રી જિનેશ્વર દેવ એ પરમ સર્વ વિરતિધર ઉત્કૃષ્ટ સાધુ પુરુષ છે, તેમની સેવા કરવાથી સર્વવિરતિને
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૬
આવરણ કરનારું ચારિત્ર માહનીય ક્રમ નાશ પામે છે. તેથી જીવ વહેલા યા મેાડા સવિરતિને પામે છે. શ્રી જિનેશ્વર દેવ એ ક્ષાયિક સમ્યક્ત્વને પામેલા છે. તેથી તેમની પૂજા કરનારને સમ્યક્ત્વનું આવરક દન માહનીય ક નાશ પામે છે. શ્રી જિનેશ્ર્વર દેવ, ક્ષાયિક કેવળજ્ઞાનને વરેલા છે, તેથી તેમની પૂજા કરનાર આત્માના પણ કેવળજ્ઞાનાવરણીય ક્રમાં નાશ પામે છે.
એ રીતે શ્રી જિનેશ્વર દેવની દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારે પૂજા કરનારને દાનાદિક ધર્મો, વ્રતાદિ ધર્મો અને જ્ઞાનાદિક ગુણાની આંશિક સાધના નિરતર થાય છે અને પુણ્યવત પ્રાણીઓના ઘર આંગણે નવ નિધાન પ્રગટાવે છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માના દર્શનના મહિમા.
શ્રી અરિહંત પરમાત્માનું દર્શન ચન્દ્રની જેમ પાપરૂપી તાપને શમાવે છે. સૂર્યની જેમ અજ્ઞાનતિમિરને હઠાવે છે. મેઘની જેમ ભવદવને શાન્ત કરે છે. અગ્નિની જેમ ક્રમ કાષ્ઠનુ દહન કરે છે. પવનની જેમ ક્રમ`રજને ઉડાવી દે છે. દર્પણુની જેમ આત્મસ્વરૂપ બતાવે છે. દીપકની જેમ માહાંધકારના નાશ કરે છે. ઔષધની જેમ ભવરાગને દૂર કરે છે, ચક્ષુની જેમ સત્પંથને દેખાડે છે. ચિન્તામણિની જેમ સર્વ કામનાને પૂર્ણ કરે છે. અમૃતની જેમ ભાવરાગનું નિવારણ કરે છે. જહાજની જેમ ભવસાગરથી પાર ઉતારે છે અને ચન્દનની જેમ ગુણસુવાસને પ્રગટાવે છે.
વીતરાગના દર્શનથી વીતરાગભાવના પ્રગટ થાય છે, પાપસેના નબળી પડે છે, વિષયકષાયા પાતળા થાય છે, પાપપક સૂકાઈ જાય છે, દુષ્ટ વાસનાએ નિમૂળ થાય છે, સમતાભાવ વૃદ્ધિ પામે છે, ભવભ્રમણ ટૂંકું થાય છે. શ્રી શીતરાગ દેવ સ’સારના વિસ્તારને વિષ્ણુસાવનારા છે, ભાવરત્નના ખજાના છે, ત્રણ ભુવનના મુકુટ છે, આનંદના દેનાર છે, કૃપાના
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ભંડાર છે, નરકૃપમાંથી ઉદ્ધરનારા છે, ભવાટવીના સાથે વાહ છે, ભવસાગરના નિયમક છે અને મોક્ષમાર્ગના નાયક છે.
નિર્મળ છતાં કૃપાળુ છે, નિગ્રંથ છતાં પરમેશ્વર્યવાનું છે, વિરક્ત છતાં અનંત સુખમાં આસક્ત છે, ઉદાસીન છતાં પરમોપકારી છે, આન્તર શત્રુઓને હણનારા છતાં સમતાવાનું છે, રાગરહિત છતાં મુક્તિ સુખને ભોગવનાર છે, રાગાદિ પ્રત્યે નિર્દય છતાં સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાળ છે, બેલાવ્યા વિના સહાય કરનારા છે, કારણ વિના વાત્સલ્ય રાખનાશ છે, પ્રાર્થના કર્યા વિના પરનું કાર્ય કરનારા છે, સંબંધ વિના બાંધવ છે, નેહ વિના નિગ્ધ મનવાળા છે, માંડ્યા વિના ઉજજવળ છે, ધયા વિના નિર્મળ છે, કોધ વિના વીરવતવાળા છે, નિઃસંગ છતાં જનેશ–લેકના નાથ છે અને મધ્યસ્થ છતાં જગરક્ષક છે.
વીતરાગનું બિંબ જોતાં જેનું દિલ હરખે છે, તે તેની ભવ્યતાની નિશાની છે. વીતરાગના ચરણની રજ એ પુણ્યગણની કણ છે. અને વીતરાગની ભક્તિ એ મુક્તિનું લેહમૂંબક છે.
જે મન વીતરાગનું ધ્યાન કરે છે તે જ સાચું મન છે. બીજું મન ભવમાં ભટકાવનાર છે. જે નયન વીતરાગને નીરખે છે, તે જ સાચાં નેત્ર છે. બીજું નેત્ર મુખ રૂપી ઘરનાં જાળીયાં છે. જે જીભ વીતરાગના ગુણ ગાવામાં રસિક છે, તે જ સાચી જીભ છે, બીજી જીભ માંસને ટુકડોલો છે. જે
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૪૯ કાન વીતરાગના ગુણોનું શ્રવણ કરે છે, તે જ સાચા કાન છે, બીજા કાન માત્ર શરીરનાં છિદ્રો છે.
શ્રી વીતરાગ દે ચારે નિક્ષેપાઓથી ત્રણે જગતને ત્રણે કાળ પવિત્ર કરતાં જવંત વર્તે છે. તેઓના આઠ પ્રાતિહાર્યો, ચોત્રીસ અતિશયે અને વાણીના પાંત્રીસ ગુણો જગતના જીવોને મોક્ષમાર્ગ પામવામાં સહાયક નિવડે છે. અનાર્ય દેશને પાટવી આદ્રકુમાર અને યજ્ઞ કરાવનાર શäભવભટ્ટ શ્રી જિનપ્રતિમાના દર્શનથી તત્ત્વજ્ઞાન પામ્યા હતા. શ્રી જિનચંદનના પરિણામથી દેડકે સૌધર્મ દેવલોકમાં “દદ્રાંક” નામને શકને સામાનિક દેવ થયા છે. હાસા-મહાસાના પતિએ આભિગિકપણાના દુષ્કર્મથી મુક્ત થવા દેવલોકમાં દેવાધિદેવની પ્રતિમા ભરાવી હતી. શ્રી જિનભક્તિથી ચેટક મહારાજા કેન્દ્રને પણ માનનીય બન્યા હતા. સર્વ દેવેન્દ્રો સંસારનો પાર પામવા શ્રી નંદીશ્વરાદિક તીર્થમાં અઠ્ઠાઈ ઓચ્છવ કરે છે. શ્રી જિનબિમ્બના આકારવાળા મને જોઈ અન્ય મત્સ્ય જાતિસ્મરણ જ્ઞાન પામે છે તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરતાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. દેવ મનુષ્ય કે નાગકુમારનું અધિપતિપણું, એ શ્રી જિનચરણની સેવાના ફળને લેશ છે. ત્રણ લોકની લક્ષમી કે અષ્ટ મહાસિદ્ધિની પ્રાપ્તિ થવી સુલભ છે, કિન્તુ શ્રી જિનચરણની રચના કણયાઓની પ્રાપ્તિ થવી દુર્લભ છે. મેઘનું જળ જ તળાવમાં હોય છે છતાં તળાવનું જળ કહેવાય છે. તેમ શ્રી જિનના વચનને લઈને
Page #277
--------------------------------------------------------------------------
________________
જ અન્ય મતે ઉત્પન્ન થયા છે. શ્રી જિનેશ્વર દેવની સેવામાં સર્વ દેવોની સેવા સમાઈ જાય છે જે જે નામે પ્રમાણથી લોકોત્તર સત્વને કહેનારાં છે, તે સર્વ શ્રી અરિ હતનાં જ છે. સિદ્ધ પરમાત્માના ગુણ અનંત હેવાથી નામ પણ અનંત છે. અથવા નિર્ગુણ-છમસ્થપણાને એક પણ ગુણ નહિ હોવાથી એક પણ નામ નથી. શ્રી અરિહંત તથા સિદ્ધ પરમાત્માનું નરેન્દ્રો દેવેન્દ્રો યોગીન્દ્રો તથા અનુત્તર વિમાનવાસી દે પણ નિરન્તર ધ્યાન કરે છે. અરિ. હતેનું અર્ચન, પૂજન તથા ધ્યાન કરવાથી રાગાદિ આંતર રિપુઓ-શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત થાય છે તથા ભવસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓના કર્મરૂપી પાશ કપાઈ જાય છે.
k
Page #278
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માના દર્શન વખતે
બોલવાની સ્તુતિઓ. दर्शनं देवदेवस्य, दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम् ॥ १ ॥ દેવાધિદેવનું દર્શન પાપનો નાશ કરનારું છે, સ્વર્ગનું પાન-પગથીયું છે અને મોક્ષનું સાધન છે. અર્થાત્ મોક્ષને ઉપાય છે. (૧)
अद्याऽभवत् सफलता नयनद्वयस्य, देव ! त्वदीयचरणाम्बुजवीक्षणेन । अद्य त्रिलोकतिलक ! प्रतिभासते मे, संसारवारिधिरयं चुलुकप्रमाण: ॥ २ ॥ હે દેવ ! આપના ચરણકમળના દર્શનથી આજે મારા બંને નેત્રેની સફળતા થઈ. હે ત્રિલોકતિલક! આજે આ સંસારરૂપી સાગર મને એક ચુલક (ચાંગળા) જેવડો જણાય છે.(૨)
कलेव चन्द्रस्य कलङ्कमुक्ता, मुक्तावलीवोरुगुणप्रपन्ना । जगत्त्रयस्याभिमतं ददाना, जैनेश्वरी कल्पलतेव मूर्तिः ॥ ६ ॥
શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિ ચંદ્રમાની કલાની જેમ કલંકથી મુક્ત છે, મિતીની માલાની જેમ મનહર ગુણથી
Page #279
--------------------------------------------------------------------------
________________
૫૨
યુક્ત છે તથા ત્રણ જગતના મનવાંછિત પૂરા પાડવા માટે ક૯પતરુની લતાની જેમ શોભે છે. (૩)
धन्योऽहं कृतपुण्योऽहं निम्तीणोऽहं भवार्णवात् ।। अनादिभवकान्तारे, दृष्टो येन श्रतो मया ॥ ४ ॥
હું ધન્ય છું-ધર્મરૂપી ધનને પ્રાપ્ત થયેલો છું. હું કૃત પુણ્ય-પુણ્ય કરીને આવેલો છું, હું ભવસાગરથી તરી ગ છું, કારણ કે અનાદિ ભવાટવીમાં જેને સાંભળ્યા હતા તેને મેં આજે નજરે જોયા. (૪)
अद्य प्रक्षालितं गात्रं, नेत्रे च विमलीकृते । मुक्तोऽहं सर्वपापेभ्यो, जिनेन्द्र ! तव दर्शनात् ।। ५ ॥
હે જિનેશ્વર દેવ! આપના દર્શનથી આજે મારું શરીર સ્વચ્છ થયું, અને મારાં નેત્ર નિર્મળ થયાં છે તથા હું સર્વ પાપોથી મુક્ત થયો છું. (૫)
दिटूठे तुह मुहकमले, तिन्निवि णट्ठाई निरवसेसाई । दारिदं दोहगं, जम्मंतरसंचियं पावं ॥ ६ ॥
હે ભગવન્! આપનું મુખકમળ જતાં મારી ત્રણ ચીજો સર્વથા નાશ પામી છે. એક દરિદ્રતા, બીજું દુર્ભાગ્ય અને ત્રીજુ જન્માક્તર સંચિત પાપ-પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલું અશુભ કર્મ. (૬).
अन्यथा शरणं नास्ति, त्वमेव शरणं मम । तस्मात्कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥ ७ ॥
Page #280
--------------------------------------------------------------------------
________________
૫૩
હે જિનેશ્વર ! તું જ એક મને શરણ છે. તારા સિવાય બીજું કોઈ મારે શરણ છે નહિ. માટે દયાભાવથી મારું રક્ષણ કર ! મારું રક્ષણ કર ! (૭)
दर्शनेन जिनेन्द्राणां, साधूनां वन्दनेन च । ન ઉતzત વિરું પાપં, છિદ્રતે થોમ્ ૧ ૮ એ.
શ્રી જિનેશ્વર પરમાત્માનું દર્શન કરવાથી તથા સાધુ પુરુષોને વન્દન કરવાથી છિદ્રવાળા હસ્તમાં જેમ પાણી ટકતું નથી, તેમ લાંબા કાળ સુધી આત્મામાં પાપ ટકી શકતુ નથી (૮)
दर्शनात् दुरितध्वंसी, वन्दनाद् वांछितप्रदः । पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः ॥ ९॥
શ્રી જિનેશ્વર ભગવાનનું દર્શન પાપને નાશ કરે છે, શ્રી જિનેશ્વરોનું વંદન વાંછિત આપનારું થાય છે અને તેમનું પૂજન બાહ્ય અત્યંતર ઉભય પ્રકારની લક્ષમીને પૂરનાર બને છે. ખરેખર શ્રી જિનેશ્વર દેવ એ સાક્ષાત્ કટપદ્રમ-કલ્પવૃક્ષ છે. (૯)
धूपो निहन्ति पापानि दीपो मृत्युविनाशनः । नैवेद्यर्विपुलं राज्य, प्रदक्षिणा शिवप्रदा ।। १० ॥
શ્રી જિનેશ્વરને ધૂપ કરવાથી પાપ નાશ પામે છે, દીપ કરવાથી મૃત્યુ નાશ પામે છે, નૈવેદ્ય પૂજા વડે વિપુલ એવું રાજ્ય મળે છે અને પ્રદક્ષિણા એ મોક્ષને આપવાવાળી થાય છે. (૧૦)
Page #281
--------------------------------------------------------------------------
________________
૫૪
जो पूएइ तिसंग्झं, जिणिंदरायं तहा विगयदोस । सो तइयभवे सिझइ, अहवा सत्तटुमे जम्मे ॥ १॥
જે ભવ્યાત્મા રાગદ્વેષથી રહિત એવા જિનેશ્વર પરમાત્માની ત્રણે સંધ્યાએ પૂજા કરે છે, તે ત્રીજે ભવે અથવા સાતમે યા આઠમે ભવે સિદ્ધ થાય છે-મુક્તિમાં જાય છે. (૧૧)
यन्मयोपार्जितं पुण्यं जिनशासनसेवया । जिनशासनसेवैव, तेन मेऽस्तु भवे भवे ॥ १२ ॥
શ્રી જિનશાસનની સેવા વડે મેં જે પુણ્ય મેળવ્યું છે, તે પુણ્ય વડે મને ભભવ શ્રી જિનશાસનની સેવા મળો.(૧૨)
अद्य मे सफलं देहमद्य मे सफलं बलम् ।। नष्टानि विध्नजालानि, जिनेन्द्र ! तव दर्शनात् ।। १३ ।।
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું શરીર સફળ બન્યું, મારું બળ સફળ બન્યું અને મારો વિન– સમૂહ નાશ પામ્યા. (૧૩)
अद्य मे सफलं जन्म प्रशस्तं सर्वमङ्गलम् । भवार्णवं च तीणीऽहं जिनेन्द्र ! तव दर्शनात् ।। १४ ।।
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારો જન્મ સફલ થયે, સર્વ મંગલે પ્રશસ્ત થયા અને સંસાર સમુદ્રને હું તરી ગયા. (૧૪)
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૫૫
अद्य मे सफलं गात्रं, नेत्रे च विमलीकृते । . स्नातोऽहं धर्मकृत्येषु, जिनेन्द्र ! तव दर्शनात् ॥ १५ ॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મારું ગાત્ર-શરીર સફલ થયું, નેત્રો મલરહિત કરાયા અને ધર્મમાં મેં સ્નાન કર્યું–લયલીન બને. (૧૫)
अद्याऽहं सुकृतीभूतो. विधूताशेषकिल्विषः । भुवनत्रयपूज्योऽहं, जिनेन्द्र ! तव दर्शनात् ॥ १६॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી હું પુણ્યવાન બ, મારા સઘળાં પાપ નાશ પામ્યાં અને ત્રણે ભુવનમાં હું પૂજ્ય બન્યું. (૧૬)
अद्य मिथ्यान्धकारस्य, हन्ता ज्ञानदिवाकरः । उदितो मच्छरीरस्य, जिनेन्द्र ! तव दर्शनात् ॥ १७ ।।
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મિથ્યાત્વરૂપી અંધકારને નાશક એવો જ્ઞાનરૂપી સૂર્ય મારા શરીરમાં ઉદય પામ્યા છે. (૧૭)
अद्य मे कर्मणां जालं, विधूतं सकषायकम् । दुर्गत्या विनिवृत्तोऽई जिनेन्द्र ! तव दर्शनात् ॥१८॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી કષાય સહિત મારી કર્મની જાલ નાશ પામી છે અને હું દુર્ગતિથી નિવૃત્ત થયે છું–મારી દુર્ગતિ દૂર થઈ છે. (૧૮)
Page #283
--------------------------------------------------------------------------
________________
२५६
अद्य नष्टो महाबन्धः कर्मणां दुःखदायकः । सुखसङ्गः समुत्पन्नो, जिनेन्द्र ! तव दर्शनात् ।। १९ ॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી દુઃખને આપનાર એ કર્મને માટે બા નાશ પામે છે અને સુખને સમાગમ થયો છે. (૧૯)
मन प्रसन्नं संपन्नं, नेत्रे पीयूषपूरिते । अहं स्नातः सुधाकुण्डे, जिनेन्द्र ! तव दर्शनात् ॥२०॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મન પ્રસન્ન થઈ ગયું, નેત્ર અમૃતથી પૂર્ણ બની ગયાં અને મેં અમૃતકુંડમાં સ્નાન કર્યું. (૨૦)
सुप्रभातं सुदिवसं, कल्याण मेऽद्य मङ्गलम् । यद् वीतसग ! दृष्टोऽसि, त्वं त्रेलाक्यदिवाकरः ॥२९।।
હે વીતરાગ પરમાત્મન્ ! ત્રણ લોકના દિવાકર એવા આપનું દર્શન જે મેં કર્યું છે, તેથી શુભ-પ્રભાતમય એવો મારો આજનો દિવસ કલ્યાણકારી બન્યા અને મને સુખ તથા મંગલની પ્રાપ્તિ થઈ છે. (૨૧)
अद्य छिन्ना मोहपाशा अद्य गगादयो जिताः । अद्य मोक्षसुखं जात-मद्य तीणी भवार्णवः ॥ २२ ।।
હે નાથ ! આજે આપના દર્શનથી મારા મહિના પાશે છેદાઈ ગયા, મેં આ જે રાગાદિ શત્રુઓ ઉપર વિજય
Page #284
--------------------------------------------------------------------------
________________
મળ, મેક્ષનું સુખ પ્રાપ્ત કર્યું અને હું સંસારસાગરને તરી ગયે. (૨૨)
सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् । भक्तिर्भागवती बीजं. परमानन्दसम्पदाम् ।। २३ ॥ .. શ્રત સાગરનું અવગાહન કરવાથી આ પ્રકારનો સાર મેં પ્રાપ્ત કર્યો છે કે શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એ જ એક પરમાનંદ એટલે મિક્ષલક્ષ્મીનું બીજ છે. (૨૩)
सा जिवा या जिनं स्तौति, तच्चितं यत्तदर्पितम् । तावेव केवलौ श्लाघ्यौ, यौ तत्पूजाकरौ करौ ॥ २४॥
જે જીભ શ્રી જિનેશ્વર પરમાત્માની સ્તુતિ કરે છે તે જ જીભ છે, જે ચિત્ત પરમાત્માને સમર્પિત છે તે જ ચિત્ત છે, અને જે હાથ પરમાત્માની પૂજામાં વપરાય છે, તે હાથ જ પ્રશંસાને ચગ્ય છે. (૨૪).
इलिका भ्रमरीध्यानात् , भ्रमरीत्वं यथाश्नुते । तथा ध्यायन् परात्मानं, परमात्मत्वमाप्नुयात् ॥ २५ ॥
ભ્રમરીને ધ્યાનથી ઈલિકા જેમ ભ્રમરીપણાને પામે છે, તેમ પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા, પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. (૨૫). प्रशमरसनिमग्नं, दृष्टियुग्मं प्रसन्न,
वदनकमलमंकः, कामिनीसंगशून्यः ।
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૮
રામ ચત્તે, ફ્રાયવરડ્યું,
તા જ્ઞાતિ સેવો, વરરાજા! ત્વમેવ રદ્દા હે વિતરાગ ! આપનું દષ્ટિગલ પ્રશમરસથી ભરેલું છે, આપનું મુખકમલ પ્રસન છે, આપનો અંક-ળે કામિની-સ્ત્રીસંગ રહિત છે, આપના કરયુગ-બે હાથ પણ શમના સંબંધ વિનાના છે. માટે આપ જ જગતમાં વીતરાગાદિ ગુણોથી યુક્ત દેવ છે. (૨૬)
सरसशांतिसुधारससागरं, शुचितरं गुणरत्नमहाकरम् । भविकपंकजबोधदिवाकरं प्रतिदिनं प्रणमामि जिनेश्वरम् ।।२७।।
સરસ સમતારૂપી સુધારસના સાગર. અતિ પવિત્ર ગુણરૂપી રત્નોની મહા ખાણરૂપ તથા ભવ્ય જીવરૂપી કમળોને વિકસ્વર કરવા માટે દિવાકર-સૂર્યસમાન એવા શ્રી જિનેશ્વર દેવને હું પ્રતિદિન-નમસકાર કરું છું. (૨૭)
किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयं. किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयम् । विश्वानन्दमयं महोदयमयं शोभामयं चिन्मयं, शुक्लध्यानमयं वपुर्जिनपतेभूगाद् भवाऽऽलम्बनम् ।। २८ ।।
જિનેશ્વરદેવનું શરીર શું કપૂરમય છે ? અમૃતરસમય છે? ચન્દ્રકિરણમય છે? લાવણ્યમય છે? મહામણિમય છે? કારૂણ્યની કેલિ-ફીડારૂપ છે? સમસ્ત આનંદમય છે?
Page #286
--------------------------------------------------------------------------
________________
પ
મહેાયમય છે ? ગ્રાભામય છે? જ્ઞાનમય છે ? કે જીલ યાનમય છે? ગમે તે પ્રકારનુ જિનપતિનું શરીર સંસારમાં પડતા પ્રાણીઓને આલખનરૂપ થાએ. (૨૮)
श्रेयः संकेतशाला सुगुणपरिलैर्जेय मन्दारमाला. छिन्नव्या मोहजाला प्रमदभरसरः पूरणे मेघमाला | नम्र श्रीमन्मराला वितरणकलया निर्जितस्वर्गिशाला, त्वन्मूर्त्तिःश्रीविशाला विदलतु दुरितं नन्दितक्षोणिपाला ||२९||
હે ભગવન્ ! કલ્યાણની સકેતશાલા જેવી, સદ્ગુણની સુવાસવડે જીતી છે કલ્પવૃક્ષના પુષ્પાની માલા જેણે એવી, માહની જાળાને છેદી નાંખનારી, આનંદના સમૂહરૂપ સરોવરને પૂરવામાં મેઘમાળા જેવી, નમ્યા છે ઐશ્વય ધારી મનુષ્યરૂપી 'સા જેને એવી, દાનની કળાથી જીતી છે દેવલાકની શાળા જેણે એવી અને આન'દિત કર્યાં છે પૃથ્વીપાલક રાજા મહારાજાઓને જેણે એવી તથા વિશાળ શેાભાસ'પત્તિવાળી આપની મૂર્ત્તિ સર્વ જીવાના પાપને દળી નાંખા-દૂર કરા. (૨૯)
किं पीयूषमयी कृपारसमयी कर्पूरपारीमयी, किं वाऽऽनन्दमयी महोदयमयी सद्ध्यानलीलामयी । तत्त्वज्ञानमयी सुदर्शनमयी निस्तन्द्रचन्द्रप्रभा, - सारस्फारमयी पुनातु सततं मूर्त्तिस्त्वदीया सताम् ॥ ३० ॥
હું પ્રભુ ! આપની મૂત્તિ શુ અમૃતમય છે ? અથવા
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૦ કૃપારસમય છે? અથવા કરમય છે ? અથવા શું આનંદમય છે? અથવા મહાદયમય છે? અથવા શુભ ધ્યાનની લીલામય છે? અથવા તત્વજ્ઞાનમય છે? અથવા સુદર્શનમય છે ? અથવા ઉજજવળ ચંદ્રની પ્રભાના શ્રેષ્ઠ ઉદ્યોતમય છે ? આવા પ્રકારની આપની મૂર્તિ સજજનોને સદા પવિત્ર કરે. (૩૦)
धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यहं. धन्याऽसौ रसना यया स्तुतिपथं नीतो जगद्वत्सल । धन्यं कर्णयुगं वचोऽमृतरसः पीतो मुदा येन ते धन्यं हृत् सततं च येन विशदस्त्वन्नाममन्त्रो धृतः ।। ३१ ।।
તે દષ્ટિને ધન્ય છે કે જે નિર્મળ દષ્ટિએ હમેશાં આપનાં દર્શન કીધાં, તે રસના-જિ હાને ધન્ય છે કે જેણે જગવત્સલ એવા આપની સ્તુતિ કીધી, તે કાનને ધન્ય છે કે જેણે આપના વચનરૂપી અમૃતને રસ આનંદથી પીધે, તથા તે હદયને ધન્ય છે જેણે સતત આપના નામરૂપી નિર્મળ મંત્રને ધારણ કર્યો (31)
नित्याऽऽनन्दपदप्रयाणसरणि श्रेयोऽवनीसारणी. संसाराऽर्णवतारणकतरणी विश्वर्द्धिविस्तारिणी । पुण्याङ्करभरप्ररोहधरणी व्यामोहसंहारिणी, प्रीत्यै कस्य न तेऽखिलाऽऽर्तिहरिणी मूर्तिमनोहारिणी ॥२२॥
નિત્યાનંદ-મક્ષપદ પ્રત્યે પ્રયાણ કરવા માટે નિસરણી, કલ્યાણરૂપી પૃથ્વીની નક, સંસારસાગર તરવા માટે અદ્વિતીય
Page #288
--------------------------------------------------------------------------
________________
૧ તરણી-ઢાડી, સમસ્ત ઋદ્ધિના સમૂહને વિસ્તારનારી, પુણ્યરૂપી અંકુરાના પ્રાહ માટે ધરણી, વ્યામાહને વિષ્ણુસાવનારી અને સમસ્ત પીડાઓને હરનારી એવી આપની (શ્રી જિનરા· જની) મનહર મૂત્તિ કાની પ્રીતિને માટે ન થાય? (૩૨)
नेत्रे साम्यसुधार सेकसुभगे आस्यं प्रसन्नं सदा, यत्ते चाहितहेतिसंहति लसत्संसर्गशून्यौ करौ । अङ्क प्रतिबन्धबन्धुरवधूसम्बन्धवन्ध्योऽधिकं, तद्देवो भुवने त्वमेव भवसि श्रो वीतरागो ध्रुवम् ||३३||
હૈ જિનરાજ ! આપના બે નેત્રા સમતારૂપી સુધારસ– વડે અદ્વિતીય મનાહર છે. આપનું મુખ નિર'તર સુપ્રસન્ન છે, આપના હાથ, અહિતકારી શસ્રસમૂહના સ`સગ થી શૂન્ય છે તથા આપના અંક-ખાળા રાગથી મનેાહર એવી વચ્ચેના સ'બન્ધથી વિશેષે કરીને યુ-રહિત છે, તે કારણે હે દેવ ! આપ જ આ જગતમાં ખરેખર-નિશ્ચે વીતરાગ છે. (૩૩)
पाताले यानि बिम्बानि यानि बिम्बानि भूतले । स्वर्गेऽपि यानि विम्बानि तानि वन्दे निरन्तरम् ||३४||
પાતાલ-લાકને વિષે રહેતાં,
ભૂતલને-વિષે રહેલાં અને
સ્વગ પ્લાકને વિષે રહેલાં
શ્રી જિનબિએને હુ નિરન્તર વંદન કરુ' છું. (૩૪)
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૨
जिने भक्तिर्जिने भक्ति-जिने भक्तिर्दिने दिने ।
सदा मेऽस्तु सदा मेऽस्तु सदा मेऽस्तु भवे भवे ||३५||
ભગવાન શ્રી જિનેધરદેશને વિષે
ભવાખવમાં
સદાને માટે
નિત્ય પ્રતિ
મને ભક્તિ પ્રાપ્ત થાઓ ! (૩૫)
:
" नेत्रानन्दकरी भवोदधितरी श्रेयस्तरोर्मञ्जरी, श्रीमद्धर्ममहानरेन्द्रनगरी, व्यापहृताघूमरी । हर्षोत्कर्ष शुभप्रभावलहरी. रामद्विषां जित्वरी, मूर्तिः श्रीजिनपुङ्गवस्य भवतु, श्रेयस्करी देहिनाम् ||३६||
શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ કે જે~~
ભક્તજનાનાં નેત્રાને આનદ પમાડનારી છે, સ’સારસમુદ્રને તરી જવા માટે નાવ સમાન છે, કલ્યાણુરૂપ વૃક્ષની મજરી જેવી છે, ધરૂપ અઢારેન્દ્રની નગરી તુલ્ય છે, અનેક પ્રકારની આપત્તિએ રૂપ લત્તાઓના નાશ કરવાને માટે ઘૂમરી જેવી છે, હર્ષોંના ઉત્ક ના શુભ પ્રભાવ વિસ્તાર વામાં લહરીઓની ગરજ સારનારી છે અને રાગ તથા દ્વેષ રૂપ શત્રુશ્મનો જય સાધનારી છે, તે—
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬૩ | શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ જગતના જીવનું કલ્યાણ કરનારી થાઓ ! (૩૬) " यास्याम्यायतनं जिनस्य लभते, ध्यायश्चतुर्थ फलं, षष्ठं चोस्थित उद्यतोऽष्टममथो गन्तुं प्रवृत्तोऽध्वनि । श्रद्धालुर्दशमं बहिर्जिनगृहात् प्राप्तस्ततो द्वादशं, मध्ये पाक्षिकमीक्षिते जिनपतौ, मासोपवासं फलम् ॥३७॥ શ્રદ્ધાળુ આત્મા–
શ્રી જિનમન્દિરે જવાનું ચિત્તવન કરતાં એક ઉપવાસના ફળને,શ્રી જિનમદિરે જવાને માટે ઉભે થયે એક છ તપના ફળને, શ્રી જિનમન્દિરે જવાની પ્રવૃત્તિ કરતે એક અમ તપના ફળને, શ્રી જિનમન્દિરની નજદિકમાં આવતાં ચાર ઉપવાસના ફળને, શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરતી વેળાએ પાંચ ઉપવાસના ફળને, શ્રી જિનમન્દિરના મધ્ય ભાગે પહોંચતાં પંદર ઉપવાસના ફળને, અને શ્રી જિનમન્દિરમાં પ્રભુદર્શન કરતાં એક માપવાસના ફળને પ્રાપ્ત કરે છે. (૩૭)
ભગવાનના યથાર્થ ગુણને વિષે બહુમાનયુક્ત બનેલા આત્માને એકાગ્ર ચિત્તે શ્રી જિનદર્શન કરતાં ઉપર જણુંવેલ ફળ મળે છે, એ તે એક વ્યાવહારિક વચન છે. નિશ્ચયથી તે જેમ જેમ ભાવની વિશેષતા ભળતી જાય છે, તેમ તેમ ફળની વિશેષતાનું કાંઈ માપ જ રહેતું નથી. ભાવપૂર્ણ ભક્તને તે યાવત્ કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ સુલભ બને છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
શિકસ્તવ અર્થાત ભાવ અરિહતેનું સ્વરૂપ.
'नमोऽत्थु णं अरिहंताणं, भगवंताणं, आइगराणं तित्थयराणं सयंसंबुद्धाणं, पुरिसुत्तमाणं पुरिससिहाणं, पुरिसवरपुंडरीयाणं पुरि. सवरगंधहत्थीणं, लोगुत्तमाणं लोगनाहाणं लोगहियाणं लोगपईवाणं लोगपज्जोअगराणं, अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं सरणदयाणं बोहियाणं, धम्मदयाणं धम्मदेसयाणं धम्मनायमाणं धम्मसारहोणं धम्मवरचाउरंतचक्कवट्टीण, अप्पडिहयवरनाणदसणधराणं विअट्टछ उमाणं जिणाणं जावयाणं तिण्णाणं तारयाण बुद्धाणं बोहयाणं मुत्ताणं मोय. गाणं, सम्वन्नूणं सव्वदरिसीणं, सिवमयलमरुअमणंतमक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं नमो जिगाणं जिअभयाणं ।
___ नमोऽत्थु णं-नम४।२ था. 'नमस्॥२' मे द्रव्य ભાવ સંચરૂપ છે. દ્રવ્યાસંકોચ-હાથ, પગ, મસ્તક આદિ અવયનું ચોગ્ય રીતે સ્થાપન. ભાવસંકેચ-મનને વિશુદ્ધ નિયેગ. “થાઓ” એ પ્રાર્થનારૂપ છે. આશયવિશુદ્ધિને ઉત્પન્ન કરનાર હોવાથી એ જાતિની પ્રાર્થના, એ ધર્મનું બીજ છે. શ્રી જિનેશ્વરદેવોને ભાવનમસ્કાર થિ એ દુરાપहुन छे, मेदाने भाट 'नमोऽस्तु ।।' नमार
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૬૫
થાઓ” એ શબ્દો વડે નમરકારની પ્રાર્થના માત્ર કરી છે. –ભાવ નમસ્કાર કરવાની અભિલાષા માત્ર દર્શાવી છે. કિન્તુ
ભાવ નમસ્કાર કરું છું” એવું મિથ્યાભિમાન દાખવ્યું નથી. એ જાતિની અભિલાષા એ જ ભાવ નમસ્કાર-બીજા શબ્દમાં ભાવધર્મનું બીજ છે. વિધિપૂર્વક વાવેલું બીજ જેમ અંકુરાદિને ઉપન્ન કરી ફલ પ્રાપ્તિ કરાવે છે, તેમ ધર્મબીજનું વપન પણ અનુક્રમે ધર્મચિન્તાદિ અંકુરા ઉત્પન્ન કરીને ફલસિદ્ધિને પ્રાપ્ત કરાવે છે. નમસ્કાર વડે ધર્મના નાયક અને ધર્મના સાધક એવા પુરુષના સદવત. નાદિની પ્રશંસા થાય છે અને એનું જ નામ ધર્મબીજનું વપન છે એ રીતે ધર્મ બીજનું વિધિપૂર્વક વપન થવાથીએમાંથી ધર્મચિન્તાદિ અંકુરા, ધર્મશ્રવણરૂપી સત્કાંડ, ધર્મા. નુષ્ઠાનરૂપ નાલ, દેવ-માનવની સંપદારૂપી પુછપ અને સિદ્ધિ ગતિરૂપી ફળની પ્રાપ્તિ થાય છે. ભાવ નમસ્કારના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટાદિ અનેક ભેદો છે તેથી ભાવનમસ્કારવાલાને પણ ઉત્કૃષ્ટ ભાવનમસ્કારની પ્રાર્થના અને અભિલાષા હોય છે, તેથી તેમને પણ “નમસ્કાર થાઓ” એ વચન સુસંગત છે, અથવા “નમસ્કાર થાઓ” એ પ્રાર્થનાવચન “ઈચ્છાગ” રૂપ છે. લે કેત્તર માર્ગમાં ગમન કરવાવાળાને સૌથી પ્રથમ સાધન “ઈચ્છાગ” છે. ઈચ્છાગથી” “શાસ્ત્રગ” અને શાસ્ત્રોગથી સામથ્થ– યોગની અનુક્રમે પ્રાપ્તિ થાય છે. ફલસિદ્ધિને સાક્ષાત્ હેતુ
સામર્થ્યોગ છે. પરંતુ એ સામર્થ્યની પ્રાપ્તિ ઇચ્છા ચિગ અને શાસ્ત્રગ વિના થતી નથી. તમોથુ રિ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૬
હંતi ” એ પદે વડે ઈચ્છાગનું અભિધાન થાય છે. “મો નિખાને નિરામયાળ એ પદો વડે શાસ્ત્રનું અને
इकोवि नमुक्कारो जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ तारेइ नरं व नारि वा ।।१।।
એ વચન વડે સામવેગનું પ્રતિપાદન થાય છે.
અરિહંતાળ -- અહ તેને અતિશયવાળી પૂજાને યોગ્ય હોય તે અહત છેઅહંતની પૂજા ત્રણે કાળ જગતમાં થયા કરે છે.
अरिहननात् रजोहननात् रहस्याऽभावात् वा अर्हन्तः ।
એ રીતે પણ “અહંત” શબ્દની વ્યુત્પત્તિ થાય છે. મહાદિ કર્મબંધના હેતુએ છે, માટે દુશમનભૂત છે, તેને હણનારા, ઘાતિક આમાના જ્ઞાનાદિ ગુણને આવૃત કરનાર છે માટે રજ તુલ્ય છે, તેને દૂર કરનારા તથા અપ્રતિહત કેવળજ્ઞાન અને કેવળદર્શન ગુણથી સમસ્ત જગતને સાક્ષાત્ જાણું અને જોઈ રહ્યા છે, માટે રહસ્ય વિનાના અર્થાત્ જેમને કઈ પણ ગુપ્ત નથી તેવા. અથવા “અરજોઃ ”
હ” એટલે એકાત સ્થાન અને અત” એટલે ગિરિગુફાદિનો મધ્ય ભાગ. સર્વવેદી હોવાથી જેમને કાંઈ પ્રચ્છન્ન નથી, અથવા “રહણઃ જાણ્ય, અસ્થ: ” ક્ષીણ રાગી હોવાથી કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ નહિ પામનાર અથવા રાગદ્વેષના હેતુભૂત પલાઈને સંપર્ક થયા છતાં વીતરાગતાદિ વ-વભાવને નહિ તજનાશ, અથવા રિહંતાળ !”
Page #294
--------------------------------------------------------------------------
________________
અરિ એટલે સર્વ ને શત્રુભૂત એવા આઠ પ્રકારનાં કર્મો, તેને હણનારા અથવા “કરતા” કર્મરૂપી બીજ ક્ષય થવાથી સંસારમાં ફરી નહિ ઉત્પન્ન થનારા-તેમને નમસ્કાર થાઓ. તે અતે નામાદિ અનેક પ્રકારના હોય છે તેમાં ભાવ અહં'તનું ગ્રહણ કરવાને માટે બીજું “માવંતાળું ” એ પદ મૂકયું છે-બહુવચનને પ્રયાગ અહજત એક નથી પણ ઘણું છે એમ જણાવી સર્વ અહં તેને એક સાથે નમસ્કાર જણાવવા માટે છે.
માવંતા-ભગવંતેને– भगोऽर्कज्ञानमाहात्म्ययशोवैराग्यमुक्तिषु । रूपवीर्यप्रयत्नेच्छाश्रीधमैश्वर्ययोनिषु ॥१।।
એ શ્લોકથી “ભગ” શબ્દના ૧૪ અર્થ થાય છે. તેમાં પહેલે “અક” અને છેલ્લે “નિ” અર્થ છેડી બાકીના જ્ઞાનાદિથી માંડી ઐશ્વર્યા સુધીના બાર પ્રકારના અર્થ જેમને છે. તે ભગવંત કહેવાય છે.
* શક્રસ્તવમાં ભાવજિનેશ્વરેને નમસ્કાર છે તેથી નામાદિજિને નમસકરણીય નથી, એમ નહિ. શ્રી જૈનશાસનને સિદ્ધાંત છે કે
શુદ્ધભાવ જેહને છે તેહના, ચાર નિક્ષેપો સાચા જેહને ભાવ અશુદ્ધ છે તેહના,
એક કાચે સવિ કાચા, ૧ ઉપા૦ શ્રી યશોવિજયજી મ.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૬૮
જ્ઞાન-ભગવાનને ગર્ભાવાસથી માંડી દીક્ષા અંગીકાર કરે ત્યાં સુધી નિર્મળ મતિ, શ્રુત અને અવધિ, એમ ત્રણ જ્ઞાન હોય છે. દીક્ષા લીધા બાદ ઘાતિ કર્મોને ક્ષય ન થાય ત્યાં સુધી ચોથું મન:પર્યવજ્ઞાન મલી ચાર જ્ઞાન હોય છે. ઘાતિ કને ક્ષય થયા બાદ અનઃ વસ્તુને વિષય કરનારું -સમસ્ત ભાવેને જણાવનારું પાંચમું કેવલજ્ઞાન પ્રગટ થાય છે.
માહાસ્ય-ભગવાનના પ્રશ્નાવને અતિશય–સર્વ કથાકોને વિષે નારકી અને સ્થાવરોને પણ સુખ ઉત્પન્ન કરનારો, નિરંતર ઘેર અંધારમય નરકોમાં પણ પ્રકાશ કરનાર, ગર્ભવાસમાં આવે ત્યારથી કુળમાં ધનાદિની વૃદ્ધિ કરનાર, અણનમ રાજાઓને પણ નમાવનારો, ઈતિ, મારિ, વિરાદિ ઉપદ્રવ રહિત, રાજ્યના સુખનો અનુભવ કરાવનાર, સમસ્ત દેશને અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિ બાધાઓથી રહિત બનાવનાર તથા આસને ચલાયમાન થવાથી સકલ સુરાસુરના નમસ્કારને અપાવનારો હોય છે.
યશ-રાગ-દ્વેષ તથા પરીષહ અને ઉપસર્ગો ઉપર વિજય મેળવવાથી ભગવાનને યશ સદાકાળ પ્રતિષ્ઠિત થયેલો હેય છે. દેવલોકમાં દેવાંગનાઓ વડે તથા પાતાલકમાં નાગકન્યાઓ વડે ભગવાન નિરંતર સ્તુતિ કરાય છે.
વેરાગ્ય-દેવલોક અને રાજ્યનાં સુખ ભગવતી વખતે પણ પ્રભુને વિદાય કાયમ હોય છે. જ્યારે સર્વ વસ્તુના
Page #296
--------------------------------------------------------------------------
________________
૧૬૯
ત્યાગપૂર્વક ભગવાન પ્રત્રજ્યા અંગીકાર કરે છે, ત્યારે તેથી પશુ અધિક વૈરાગ્ય હોય છે અને જ્યારે ઘાતિક્રમના ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે, ત્યારે ભગવાનના આત્મામાં અપૂર્વ` ઉદાસીનતા પ્રગટે છે.
સુક્તિ-સ કલેશથી રહિત એવી મુક્તિ ભગવાનને નિકટમાં જ હોય છે.
રૂપ-સર્વ દેવાનાં રૂપથી પણ ચઢી જાય તેવુ રૂપ ભગવાનને જન્મથી જ હાય છે.
વીય-મેરૂને દડરૂપ તથા પૃથ્વીને છત્રરૂપ કરવાનું સામર્થ્ય ભગવાનને જન્મથી હાય છે. તત્કાલ ઉત્પન્ન થયેલા શ્રી મહાવીરપ્રભુએ ઇન્દ્રની શકા દૂર કરવા માટે ડામા પગના અગૂઠા વડે મેરૂ પર્વતને ક'પાયમાન કર્યાં હતા.
પ્રયત્ન-ભગવાનના પ્રયત્ન પરમ વીર્યાંથી ઉત્પન્ન થયેલ એક રાત્રિકી આદિ મહાપ્રતિમાના કારણભૂત અને સમુદ્ધાત શૈલેશી અવસ્થાએ વડે વ્યંગ્ય હાય છે.
ઇચ્છા-ત્રીજા ભવે દેવ ભવે અને તીર્થંકરના ભવમાં દુઃખમગ્ન જગતના ઉદ્ધાર કરવાની ભગવાનને તીવ્ર ઇચ્છા હાય છે.
શ્રી-પ્રતિકમના ઉચ્છેદથી પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાનની સંપત્તિ તથા અતિશયાની પરમ પ્રકૃષ્ટ સ`પત્તિ ભગવાનને હાય છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
ધામ-અનાશવ રૂપ, મહાગાત્મક, પરમનિર્જરાના ફલવા અને અતિ કલ્યાણકર ધર્મ હોય છે.
ઐશ્વર્યાભક્તિના સમૂહથી નમ્ર એવા દેવેન્દ્રો વડે વિહિત સમવસરણ અને પ્રાતિહાર્યાદિ રૂપ ઐશ્વર્યા-ઠકુરાઈ ભગવાનને હોય છે.
આવા પ્રકારના હોય તે જ પ્રેક્ષાવાનોને સ્તુતિ કરવા લાયક છે તેથી આ બે પદો વડે તેતવ્ય સમ્મદા કહી, હવે ત્રણ પદ વડે એ તેતવ્ય સસ્પદાન હેતુ સમ્મદા
સાફરાબં-સઘળી નીતિના કારણભૂત કૃતધર્મ-દ્વાદશાંગી, તેના કરનારા-અર્થથી પ્રરૂપનારા
તિથચરા-જેનાથી સંસાર સમુદ્ર તરાય તે તીર્થ-પ્રવચન અથવા તેનો આધાર ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર, તેને કરનારા.
સાંવૃદ્ધાળ-સ્વયં-તથાભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી પિતાની મેળે બાધ પામેલા-અજ્ઞાન નિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવારિરૂપ તત્વને અવિ પરીત પણે જાણનારા,
હવે ચાર પદ વડે તેતવ્ય સસ્પદાની વિશેષ હેતુ સસ્પેદા કહે છે–
Page #298
--------------------------------------------------------------------------
________________
પુરિયુત્તમાને પુરુષોત્તમ-સહજ તથાભવ્યત્યાદિ ભાવથી પર પકારાદિ સદ્ગોમાં અન્ય પુરૂ કરતાં શ્રેષ્ઠ-ચઢીયાતા.
પુરિસાળં-પુરુષને વિષે સિંહની જેમ શૌર્યાદિ ગુણો વડે પ્રધાન. સિંહ જેમ શૌયદિ ગુણયુક્ત હોય છે, તેમ ભગવાન પણ શત્રુનો ઉછેર કરવા માટે શૂર, તપકર્મ કરવા માટે વીર, રાગાદિ તથા ક્રોધાદિનું નિવારણ કરવાના આશય વડે ગંભીર પરિષહ સહન કરવા માટે ધીર, સંયમમાં સ્થિર ઉપસર્ગોથી નિર્ભય, ઈન્દ્રિય વર્ગથી નિશ્ચિત્ત અને ધ્યાનમાં નિષ્પક૫ હેય છે.
કુરિસરjgીવાળં-પુરુષને વિષે શ્રેષ્ઠ કમળ જેવા. જેમ કમલ કાદવમાં પેદા થાય છે, જલથી વધે છે અને તે બંનેને છોડી ઉપર રહે છે. તથા તે કમલ સ્વભાવથી સુંદર, ભુવનલક્ષ્મીનું નિવાસસ્થાન તથા ચક્ષુ આદિને આનંદ આપનાર હોય છે. તથા વિશિષ્ટ કેટિના તિર્યંચ અને દેવે વડે સેવાય છે અને સુખને હેતુ થાય છે, તેમ ભગવાન પણ કર્મપંકમાં ઉત્પન્ન થાય છે, દિવ્ય ભેગજલથી વધે છે અને તે બંનેને છોડીને નિરાળા રહે છે. અતિશયોના
ગથી અતિ સુંદર હોય છે. ગુણસંપદાઓના નિવાસસ્થાન છે. પરમાનન્દના હેતુ છે. કેવલ્યાદિગુણ વડે વિશિષ્ટ પ્રકારના તિર્યંચ, મનુષ્ય અને દેવે વડે સેવાય છે તથા મેક્ષ સુખના કારણે થાય છે
પુરિવાજથીf-પુરુષને વિષે શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન. ગંધહસ્તીના ગંધથી તે સ્થાનમાં વિચરનારા બીજા શુદ્ર
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૧
હાથીએ જેમ ભાગી જાય છે, તેમ અર્ચિત્ય પુણ્યપ્રભાવવાળા ભગવાનના વિહારના પવનના ગન્ધથી જ પરચક્ર, દુભિક્ષ અને મારી વિગેરે સર્વ ક્ષુદ્ર ઉપદ્રરૂપી ગોહાથીએ ભાગી જાય છે.
હવે પાંચ પદે વડે સ્તાતવ્ય સસ્પદાની સામાન્ય ઉપયેાગ સર્પદા કહે છે-~
"
સોનુત્તમાળ લેાકને વિષે ઉત્તમ, અહી લેાક’ શબ્દથી ભવ્ય પ્રાણીરૂપી લેાક લેવાના છે. અન્યથા અસભ્યની અપે ક્ષાએ મ ભજ્યે ઉત્તમ જ છે. તેથી ભગવાનની કાંઈ ઉત્તમતા સામિત થાય નહિ સકલ કલ્યાણના કારણભૂત તથાભવ્યત્વભાવને પારણ કરનારા હેાવાથી ભગવાન સવ બ્ય લેાકને વિષે ઉત્તમ છે.
છોળનાદાળ-લેાકના નાથ. અહી' લેાકશબ્દથી બીજાધાનાદિ વર્ડ સવિભક્ત અને રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય શબ્દ ભવ્ય લેાક લેવાના છે. તેને વિષે જ ભગવાનનું નાથપણું ઘટે છે. યોગક્ષેમ}ન્નાથઃ । ' બીજાધાન, બીજોદભેદ તથા ખીજપાષણાદિ વડે ‘ચાગ ’અને ઉપદ્રવેથી રક્ષણ કરવા વડે ‘ક્ષેમ’કરનારા છે.
6
જોયિામ-લેકનુ હિત કરનારા. અહી લેાક શબ્દથી વ્યવહાર રાશિમાં આવેલ સર્વ પ્રાણી વગ સમજવાના છે. સમ્યક્ પ્રરૂપશુ અને રક્ષણ કરવા વડે સર્વાં પ્રાણીગજીનુ ભગવાન હિત કરનારા છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
*૭૩
હોગવવાળ-લાકને વિષે પ્રદીપ તુલ્ય. અહી· લેાક શબ્દથી વિશિષ્ટ સનીલેાક લેવાના છે. દેશનાદિ કિરા વડે યથાચેાગ્ય મિથ્યાત્વ અંધકારને દૂર કરનારા તથા જ્ઞેયભાવને પ્રકાશિત કરનારા હાવાથી તેઓ પ્રત્યે જ ભગવાનનું પ્રદીપ પણ ઘટે છે.
છોળવોઅગાળ-લેાકને વિષે પ્રદ્યોત કરનારા, અહી લાક શબ્દથી વિશિષ્ટ ચૌદ પૂર્વધર લેક લેવાના છે. તેમને વિષે જ તત્ત્વથી પ્રદ્યોતકરપણું ઘટે છે. સાત પ્રકારનું જીવાદિ વસ્તુતત્ત્વ એ પ્રદ્યોત્ય છે. તેનું પ્રદ્યોતીકરણ-વિશિષ્ટ તત્ત્વસ'વેદન, વિશિષ્ટ પૂર્વધરાને વિષે જ સભવે છે. પૂર્વધરામાં પણ પરસ્પર ષસ્થાનપતિતતા હોય છે. તેથી પ્રદ્યોતી. કરણને ચેાગ્ય (સ પૂર્વ ધાથી પણ વિશિષ્ટ ચાગ્યતાવાળા) પૂર્વધરા જ લેવાના છે.
હવે ઉપયાગ સ`પદાની હેતુ સંપદા કહે છે.
અમચયાળ-અભયને આપનારા. ભય સ્રાત પ્રકારના છે, ઇહલેાક, પરલેાક, દાન, અકસ્માત, આજીવિકા, મરણ અને અશ્લાઘા મનુષ્યને મનુષ્યથી ભય તે ઇહલેાકભય, તિય "ચાદિથી ભય તે પરલેાકભય. ચારી લૂટફાટાદિના આદાનભય આગ જળ પ્રલયાદિના ભય તે અકસ્માતભય, કુટુબાદિની આવિકાના નિર્વાહના ભય તે આજીવિકાભય. આયુષ્ય પૂર્ણ થવાના ભય તે મરણભય, અને થશ-કીતિ ચાલી જવાના ભય તે અશ્લાઘાભય—અપ
૧૮
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૮
યશભય. તેનાથી પ્રતિપક્ષ તે અભય આત્માનું વિશિષ્ટ સ્વાથ્ય-અન્ય લોકો જેને ધૃતિ કહે છે, તે ધર્મભૂમિકાનું કારણભૂત “અભય” તેને ભગવાન આપે છે કારણ કે અરિહંત ભગવંતે ગુણના પ્રકર્ષને પ્રાપ્ત થયેલા હોય છે, અચિન્ય શક્તિથી યુક્ત હોય છે તથા સર્વથા પરાર્થપરોપકાર કરવામાં રક્ત હોય છે.
રઘુરા-ચક્ષુ આપનારા. તસ્વબેઘના કારણભૂત વિશિષ્ટ આત્મધર્મને ચક્ષુ કહેવાય છે. બીજાએ તેને “શ્રદ્ધા” કહે છે. ચક્ષુવિહીનને જેમ વસ્તુતત્વનું દર્શન થતું નથી. તેમ શ્રદ્ધારૂપી ચક્ષુથી રહિતને પણ કલ્યાણકર વસ્તુ-તત્ત્વનું દર્શન થતું નથી. આ શ્રદ્ધા ધર્મક૯પવૃક્ષના અધ્યબીજભૂત છે અને તે ભગવાનથી જ પ્રાપ્ત થાય છે માટે ભગવાન તેને આપનાર છે.
મજાવરાળ-માગને આ પનારા. વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર સ્વાભાવિક ચોપશમવિશેષને માર્ગ કહેવાય છે. બીજાઓ તેને “સુખા' કહે છે. આ “સુખા'વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિ કરાવનાર ક્ષય પમવિશેષ, ભગવાનથી જ પ્રાપ્ત થાય છે, તેથી ભગવાન માર્ગના આપનાર છે.
સરળરયાળં-શરણને આપનારા. ભયથી પીડિતને રક્ષણ આપવું તે શરણ કહેવાય છે. બીજાએ તેને “વિવિદિવા” કહે છે. સંસારકાંતારમાં પડેલા અને અતિપ્રબળ રાગાદિથી
Page #302
--------------------------------------------------------------------------
________________
·
૨૭૫
પીડિત થએલ પ્રાણીઓને ‘વિવિદિષા ’-તત્ત્વ ચિન્તારૂપ અધ્યવસાય સમાશ્વાસકલ્પ-આશ્વાન તુલ્ય છે. તત્ત્વ-ચિન્તારૂપ અધ્યવસાયથી તત્ત્વવિષયક શુશ્રુષા, ગ્રહણુ, ધારણ, વિજ્ઞાન, ઉહાપાત અને તત્વાભિનિવેશાદિ પ્રજ્ઞા-બુદ્ધિના ગુણા પ્રાપ્ત થાય છે. તત્ત્વચિન્તારૂપ અધ્યવસાય વિનાના તે ગુણા સત્ય હતા નથી. કિન્તુ મિથ્યા-આભાસમાત્ર હાય છે. હિત સાધવામાં અસમર્થ હોય છે. તત્ત્વચિન્તારૂપ શરણુ ભગવાનથી પ્રાપ્ત થાય છે, માટે ભગવાન શરણને આપનારા છે.
મોહિચાળ-માધિને આપનારા, આધિ-જિનપ્રણીત ધર્માંની પ્રાપ્તિ તેને સમ્યગ્દર્શન કહેવાય છે. અપૂવ કરણરૂપી અધ્યવજ્રાયદ્વારા રાગ-દ્વેષની તીવ્ર ગાંડ ભેદાવાથી તે પ્રાપ્ત થાય છે. પ્રશમ, સ ંવેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિકય તેનાં લક્ષણ છે. બીજાએ તેને ‘વિજ્ઞપ્તિ' કહે છે, તે ‘વિજ્ઞપ્તિ’ ભગવાનથી પ્રાપ્ત થાય છે, માટે ભગવાન આધિને આપનારા છે.
આ પાંચ અપુનાઁધક-તીત્રભાવે પાપ નહિ કરનાર આત્માને હોય છે. પુનઃન્ધકને તે યથાચિત હતાં નથી. ઉત્તર ઉત્તર પૂર્વ પૂર્વનાં ફળભૂત છે. અભય-શ્રૃતિનુ ફલ ચક્ષુ-શ્રદ્ધા છેઃ ચક્ષુ-શ્રદ્ધાનું ફળ માં-સુખા છે. માસુખાનું ફળ શરણ-વિષા છે. શરણ-વિવિ)નું ફળ એષિ-વિજ્ઞપ્તિ છે. એ પાંચેને ભગવાન આપે છે. કારણ કે ભગવાન ગુણપ્રક`વાન, અચિત્ત્વ શક્તિમાન તથા સથા પાસિક છે.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૬
હવે સ્નેાતવ્ય સસ્પદાની વિશેષ ઉપયોગ સસ્પદા કહે છે.
ધમઢ્યાળું “ધમ ને દેનારા. ધમ શબ્દથી અહી' ચારિત્રધર્મ લેવાના છે. તે એ પ્રકારના છે. સ་વિરતિરૂપ યતિધમ અને દેશવિરતિરૂપ શ્રાવકધર્મ, એ અને પ્રકારને ધમ ભગવાનથી જ પ્રાપ્ત થાય છે. ધમપ્રાપ્તિમાં ખીજા પણ કારણા છે. કિન્તુ પ્રધાન કારણ ભગવાન જ છે, ભગવાનના અમાવે મીન્દ્ર બધા કારણે સ્વક સાધવા માટે સમથ નથી અથવા ધર્મપ્રાપ્તિના સ્રવ હેતુઓના ઉત્પાદક ભગવાન છે તેથી પણ ભગવાન પ્રધાનહેતુ છે.
ધમ્મટ્રેનચાળ-ધમ ના ઉપદેશ કરનારા, પ્રસ્તુત ધર્મને ચૈાન્યતા મુજબ અવન્દેયપણે ઉપદેશનારા. જેમકે:- “મૂળગતા ઘરના મધ્ય ભાગ સમાન આ સંસાર છે, શરીર વિગેર દુ:ખેનુ નિવાસસ્થાન છે, વિદ્વાન આત્માઓએ આ સમા રમાં પ્રમાદ કરવે ચે!ગ્ય નથી, આ મનુષ્ય અવસ્થા અતિદુર્લભ છે, એમાં પલાકનુ હિત સાધવુ એ જ પ્રધાન છે-બીજું બધું વિનશ્વર છે, વિષયા પરિણામે કડવા અને દારૂણ વિપાકને દેવાવાળા છે, સંચાગેા વિચેગના અતવાળા છે, આયુષ્ય અવિજ્ઞાત અને પડવાની તૈયારીવાળુ છે. તેથી આ મસારરૂપી આને એલવવા માટે યત્ન કરવા એ જ ચેાગ્ય છે. સિદ્ધાન્તની વાસનાથી પ્રધાન એવા ધર્મારૂપી મેઘ જ તેને એલવી શકે તેમ છે. એ કારણે સિદ્ધાન્તને ડીકાર કરવા જોઇએ. સિદ્ધાન્તના જ્ઞતાએની સમ્યક્ પ્રકારે
Page #304
--------------------------------------------------------------------------
________________
૧૯૭
શુશ્રુષા કરવી જોઇએ, દુન પુરુષાની સેાખત છે!ડવી જોઇએ, આજ્ઞા પ્રધાન બનવું જોઇએ, પ્રણિધાન-ચિત્તની એકાગ્રતાને આદરવી જોઇએ, સાધુસેવા વડે ધ રૂપી શરીરને પુષ્ટ કરવું જોઇએ, સર્વત્ર વિધિપૂર્વક પ્રવર્ત્તવુ જોઇએ, અવિરુદ્ધ ચેાગેામાં યત્ન કરવા જોઇએ, વિસ્રોતસિકા-ચિત્તની વિપરીત ગતિને ઓળખવી જોઇએ અને રાકવી જાઇએ. એ રીતે કરવાથી સાપક્રમ કર્મના નાશ થાય છે તથા નિરુપક્રમ ક્રના અનુબન્ધના વિચ્છેદ થાય છે.
22
ધર્મનાંચાળ-ધર્મના નાયક. અધિકૃત ચારિત્રધર્માંના સ્વામી (૧) વિધિપૂર્વક પ્રાપ્ત કરવાથી, અતિચારરહિત પાલન કરવાથી તથા ચેાગ્યને ઉચિત રીતે દાન કરવાથી ભગવાન ધને વશ કરનારા છે. (૨) સર્વોત્કૃષ્ટ ક્ષાયિકભાવે પ્રાપ્ત કરનાર હાવાથી ધર્મના ઉત્કષને પ્રાપ્ત કરનારા છે. (૩) ધતું સર્વોત્કૃષ્ટ ફળ જે તીથ ક૫૬, તેને ભાગવનાર હાવાથી પ્રકૃષ્ટ ફળના ભાક્તા છે. (૪) અવન્ધ્ય પુણ્યમીજના ચેાગે વ્યાઘાતરહિતપણે ધર્મને પ્રાપ્ત થયેલા છે. એ ચાર કારણેાના ચેાગે ભગવાન ધર્મના નાયક છે. ધને વશ કરવાથી `તેના ઉત્ખને પ્રાપ્ત કરવાથી, ઉત્કૃષ્ટ ક્લને ભાગવટો કરવાથી તથા વ્યાઘાતરહિતપણે અનુભવવાથી, ભગવાન ધર્મના સ્વામી છે.
૧ અર્જુનબન્ધકપણું. ૨ અતિચારરહિતપણે ૩ અનિવત ક પણેલપ્રાપ્તિપર્યંત અનુપરમપણે-નિહ અટકવાપણું.
Page #305
--------------------------------------------------------------------------
________________
(૭૮
ધમ્મસાર હોળ-ધર્મના સારથિને પ્રસ્તુત ધર્મનું સ્વપર અપેક્ષાએ સમ્યક્ પ્રવર્તન, સમ્યક્ પાલન, અને સમ્યક્રમન કરનાર હેવાથી ભગવાન ધમના સારથિ છે.
ધમ્મવચારંતાનટ્રોન-ધર્મ વરચાતુર`ગ ચક્રવર્તીને. ધર્મ, અધિકૃત ચારિત્ર ધર્મ એ જ છે વર-પ્રધાન ચતુરન્ત ચક્ર, તેને ધારણ કરનારા ચારિત્રધમ એ ઉભય લેાકમાં ઉપકારક હોવાથી ચક્રવર્તીના ચક્રની અપેક્ષાએ તથા ત્રિકટ આદિ, મધ્ય અને અન્ત અથવા કષ, છેઃ અને તાપ વડે પશુિદ્ધ નિર્દોષ હાવાથી, અન્યપ્રણીત ધર્મ ચક્રની અપેક્ષાએ પ્રધાન-શ્રેષ્ઠ છે તથા નરક, તિય``ચ, મનુષ્ય અને દેવ લક્ષણ ચાર ગતિએના અંત કરનાર છે. અથવા દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર ધર્મ વડે ભવના અન્ત કરનાર છે માટે ધ વરચાતુરંતચક કહેવાય છે, ચક્રની જેમ ધચક્ર પણ મિથ્યાત્વાદિ ભાવશત્રુઓના નાશ કરે છે. દાનાદિ ચાર પ્રકારના ધર્મના અભ્યાસથી આગ્રહ--મૂર્છા, મમતા, લાભ આદિના છે મહાત્મા પુરૂષોને સ્વાનુભસિદ્ધ છે.
હવે એ પઢા વડે સ્તાતવ્ય સસ્પદાની સકારણ સ્વરૂપ સસ્પદા કહે છે.
અહિચવનાળસળધરાણ-અપ્રતિદ્રુત વર જ્ઞાન અને દનને ધારણ કરનારને. અપ્રતિહત-સત્ર અસ્ખલિત, વર-ક્ષાયિક. જ્ઞાન-વિશેષઅવષેધ, દર્શન-સામાન્યઅવબેક, તેને ધારણ કરનારા, સર્વ પ્રકારના આવરણ દૂર થવાથી
Page #306
--------------------------------------------------------------------------
________________
REE
આમાના સ્વભાવ, જે સર્વ વસ્તુને જાણવા તથા જોવાને છે, તે પ્રગટ થાય છે. પ્રથમ જ્ઞાન અને પછી દર્શન ગ્રહણ કરવાનું કારણ એ છે કે કેવલજ્ઞાનાદિ સવ* લબ્ધિએ સાકારાપયેાગ-જ્ઞાનાપચાગથી યુક્ત આત્માને જ પ્રગટ થાય થાય છે કિન્તુ દર્શીનેાપયોગથી યુક્તને થતી નથી.
વિચરૃઝરમાળ-ચાલ્યું ગયુ છે છદ્મસ્થપણુ જેમને, વ્યાવૃત્તનિવૃત્ત થઈ છે. છદ્મ-આત્મસ્ત્રરૂપને આવરનાર જ્ઞાનાવરણાદિ ઘાતિક્રમ અને તેના બંધનની ચાગ્યતા જેમની.
હવે ચાર પદો વડે આત્મ-તુલ્ય-પર-ફેલ-કર્તૃત્વ અથવા નિજ-સમ-લદ સ`પદા કહે છે.
fનળાળ નાચાળ-જિનાને, જીતાવનારાઓને. રાગાદિ દાષાને જીતનારા હોવાથી જિન. રાગાદિ દોષાનું અસ્તિત્વ જ નથી એમ ન કહેવુ. પ્રત્યેક પ્રાણીને રાગાદિ દોષો સ્વાનુભવસિદ્ધ છે. એ અનુભવ ભ્રાન્ત છે એમ પણ ન કહેવુ. રાગાદિના અનુભવને ભ્રાન્ત માનવાથી સુખ-દુઃખ!દિના અનુભવને પણ ભ્રાન્ત માનવા પડશે અને તે કાઇને પણ ઈષ્ટ નથી. રાગાદિ દોષાને સ્વયં જીતનારા છે તેમ સદુપદેશાદિ વડે ભગવાન અન્યને જીતાવનારા પણ છે.
ત્તિનાળ તાચાળ-તરેલાને, તારનારાઓને, સમ્યગ્ગાન દન ચારિત્રરૂપ નાવવડે ભવસમુદ્રને તરી ગયેલા અને બીજાઓને પણ તારનારા ભગવાન છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૦.
વૃદ્ધા ઘણગાન –ધ પામેલાને, બેધ પમાડનારાઓને અજ્ઞાનનિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાજીવાદિરૂપ તત્તને વસંવિદિત જ્ઞાન વડે જાણનારા અને બીજાઓને પણ બોધ પમાડનારા ભગવાન છે.
મુત્તા જોયTI -મુક્તોને, મુકાવનારાઓને. ચાર ગતિમાં વિચિત્ર પ્રકારના વિપાકને આપનાર કર્મના બન્ધનથી મુક્ત થયેલા હોવાથી ભગવાન મુક્ત-કૃતકૃત્ય-નિષ્કિતાર્થ છે. અને બીજાને કર્મના બંધનથી મુકાવનાશ પણ ભગવાન છે.
હવે ત્રણ આલાપકે વડે અનુક્રમે ભગવાનને પ્રધાન ગુણ, અક્ષય સ્થિતિ અને ઉત્કૃષ્ટ ફલને બતાવનાર નવમી પ્રધાનગુણપરિક્ષય પ્રધાનફલાવાત્મભય અથવા મેક્ષ' નામની નવમી સંપદા કહે છે.
નવરજૂળ પદવીનં-સર્વજ્ઞને, સર્વદશીને નિરાકરણ હેવાથી સર્વ વસ્તુને જાણનાર તથા સર્વ વસ્તુને જેનારા.
'सिवमयलमरु अमणतमक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिશરૂનામધેયં ઢાળ સંપત્તા ! ” શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય. અવ્યાબાધ અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિગતિ નામના સ્થાન પામેલા. શિવ- સર્વ ઉપદ્રવ રહિત, અચલસ્વાભાવિક અને પ્રાયગિક ચલનકિયા રહિત, અરુજ-વ્યાધિ વેદના રહિત. કારણ કે વ્યાધિ અને વેદનાના કારણભૂત શરીર અને મન ત્યાં નથી, અનન્ત-અનન્ત જ્ઞાન વિષય સહિત, અક્ષય-વિનાશના કારણથી રહિત, અવ્યાબાધ
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૧ કર્મજ વ્યાબાધાઓ રહિત, અપુનરાવૃત્તિ-સંસારમાં ફરી વાર આવવાનું નથી એવું, સિદ્ધિગતિનામધેય–જેમાં જીવો સિદ્ધ-નિષ્કિતાર્થ થાય છે તે કાન્ત ક્ષેત્ર લક્ષણ સિદ્ધિ અને જવા યોગ્ય સ્થાન હોવાથી ગતિ-તેને પ્રાપ્ત થયેલા. શિવાલાદિ વિશેષ નિશ્ચયથી મુક્તાત્માને લાગુ પડે છે પણ વ્યવહારથી સ્થાન અને સ્થાનિને અભેદ માનીને સિદ્ધિ ક્ષેત્રને પણ લાગુ પડે છે. એવા પ્રકારના સ્થાનને સમ્રાપ્તઅશેષ કર્મથી રહિત બનીને પ્રાપ્ત થયેલા-સ્વરૂપમાં સ્થિર થયેલા,
આ પ્રકારના જિનેશ્વર એ જ પ્રેક્ષાવંત પુરુષને નમ સ્કાર કરવા યોગ્ય છે, એ જણાવવા તથા આદિ અને અંતમાં કરેલ નમસ્કાર મધ્યમાં પણ વ્યાપિ છે, એ દર્શાવવા અને ભયને જીતનારા પણ તેઓ જ છે કિન્તુ બીજા નથી, એ વાતનું સમર્થન કરવા ઉપસંહાર કરતાં કહે છે કે –
નમો ઉવળા સિમચાળ જિનેને તથા ભયને જીતનારાઓને નમસ્કાર થાઓ. અહી પુનરુકિત દેષની શંકા નહિ કરવી. સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, તુતિ, દાન અને સજજનાના ગુણેનું ઉત્કીર્તન એટલી વસ્તુઓમાં શાસકાર મહષિઓએ પુનરુક્તિને દોષ તરીકે ગણવેલ નથી. કિન્તુ ગુણરૂપ માનેલી છે. અહીં પ્રસ્તુતિને વિષય છે તેથી દેષની આશંકા અયુક્ત છે.
આ નવ સભ્યદાઓથી યુક્ત પાઠને પ્રણિપાત દંડક કહે છે. કારણ કે–પાઠ કહ્યા પછી તુરત જ પ્રણિપાત કરવાને
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૨
હોય છે. અથવા તેને શકસ્તવ પણ કહે છે. કારણ કે શ્રી જિનેશ્વરેના જન્માદિ કલ્યાણકોને વિષે તીર્થની પ્રવૃત્તિ પહેલાં પણ આ સ્તવ વડે શક સૌધર્મેન્દ્ર પિતાના વિમાનમાં રહીને ભગવાનની અતિભાવથી સ્તુતિ કરે છે. આ સ્તુતિ ભાવ અરિહંતને ઉદ્દેશીને છે, તે પણ ભાવ અરિહંતનું અધ્યારોપણ કરીને સ્થાપના અરિહંતની સન્મુખ કહેવામાં કોઈ પણ જાતને દોષ નથી.
પ્રણિપાતદંડક કહી રહ્યા બાદ અતીત, અનાગત અને વર્તમાન, એમ ત્રણે કાળના જિનેશ્વરોને વન્દન કરવા માટે નીચેની ગાથા પણ કહેવામાં આવે છે.
जे अ अइया सिद्धा. जे अ भविस्संति णागए काले । संपइ य वट्टमाणा, सव्वे तिविहेण वन्दामि ॥ १ ॥
જે અતીત કાળમાં સિદ્ધ થઈ ગયા, જે અનાગત કાળમાં સિદ્ધ થશે અને જે સાંપ્રતકાળમાં વતે છે, તે સને ત્રિવિધે-ત્રણ પ્રકારે, (મનથી ધ્યાન કરવા વડે. વચનથી સ્તુતિ કરવા વડે અને કાયાથી વન્દન કરવા વડે ) હું વન્દન કરું છું.
Page #310
--------------------------------------------------------------------------
________________
સ્થાપના અરિહંતની ભક્તિ. अरिहंतचेइयाण करेमि काउस्सगं-वंदणवत्तियाए पूअणवत्ति. याए सकारवत्तियाए सम्मागवत्तियाए बोहिलाभवत्तियाए निरुवस. गवत्तिथाए, सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वड्ढमा. णीए ठामि काउस्सगं ।'
“જયવીયરાય” સૂત્ર કહ્યા બાદ ઉભા થઈને સ્થાપના અરિહંતની ભક્તિ માટે જિનમુદ્રા વડે “અરિહંત ચેઈયાણું” ઈત્યાદિ સૂત્રને કહેવાનું હોય છે.
અરિહંત બાળ-પૂર્વોક્ત સ્વરૂપવાળા ભાવ અરિહે તેના પ્રતિમા લક્ષણ ચૈત્યને ચિત્ત એટલે અન્તકરણ તેને ભાવ અથવા કિયા, તેને ચૈત્ય કહેવાય છે. ચિત્ય ઘણા હોવાથી બહુવચનમાં મૂકયું છે. અરિહ તેની પ્રતિમા પ્રશસ્ત સમાધિવાલા ચિત્તને ઉત્પન્ન કરે છે અથવા અરિહતેની પ્રતિમાથી ચિત્તમાં પ્રશસ્ત સમાધિ ઉત્પન્ન થાય છે એટલા માટે તેને ચિત્ય કહેવાય છે. ચૈત્યોને રહેવાના સ્થાનને પણ ચૈત્ય ( જિનગૃહ-જિનમંદિર) કહેવાય છે. કારણ કે તે પણ પ્રશસ્ત સમાધિવાળા ચિત્તને ઉત્પન્ન કરે છે, તેને વન્દનાદિ કરવા માટે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮
#fમ માં કાયોત્સર્ગ કરું છું–કાયાનો ઉત્સ ગર એટલે ત્યાગ. કાયાથી એક સ્થાને સ્થિર રહેવા રૂપ, વચનથી મૌન ધારણ કરવારૂપ અને મનથી શુભ ધ્યાન કરવારૂપ ક્રિયાને છોડીને અન્ય ક્રિયાને ( શ્વાસોશ્વાસ લેવા મુકવાદિ સૂમક્રિયાઓની છૂટ રાખીને) પરિહાર-ત્યાગ કરે તે.
વંળવત્તિયા -વન્દનનિમિત્તે-વન્દન એટલે મન-વચનકાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ-કાયોત્સર્ગથી જ મને વદનનું ફળ મળે એ માટે; એમ સર્વત્ર સમજી લેવું.
- કૂળવત્તિયાણ-પૂજન નિમિત્ત-પૂજન એટલે સુધી પુની માલા ઈત્યાદિથી અભ્યર્ચન. સાધુ અને શ્રાવક શ્રી જિનેશ્વરનાં ચને યથાગ્ય વન્દના નિરન્તર કરે જ છે. તે પણ અધિક અધિક કરવાને ભાવ પ્રદર્શિત કરવા માટે કાત્સર્ગ દ્વારા પ્રાર્થના કરવી, તે પણ વ્યાજબી છે. એ રીતે શક્તિને અતિશય પ્રગટ થવા દ્વારા અધિક કમનિજ સધાય છે.
સારવત્તિયા--સત્કાર નિમિત્તે. સત્કાર એટલે પ્રવર વસ્ત્ર અલંકારાદિ વડે અભ્યર્ચન. પૂજન અને સત્કારની પ્રાર્થના સાધુ માટે અનુચિત છે, એમ ન કહેવું. સાધુને દ્રવ્યસ્તવનો નિષેધ કેવળ “કરવા માટે છે કિન્તુ “કરાવવા અને “અનુમેદવા” માટે નથી. “જિનપૂજા કરવી જોઈએ લકમીને વ્યય કરવાનું એથી ગુલાતર કોઈ સ્થાન નથી.” ઈત્યાદિ ઉપદેશ આપવા વડે ભગવાનની પૂજા અને સંસ્કાર
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮૫
કરાવવે તથા પૂજા અને સત્કાર કરવા જોઇએ. અનુમેદન કવું, એ પ્રાધુ માટે કર્તવ્ય છે.
સમ્ભાળત્તિજ્ઞા-સમ્માન નિમિત્તે, સમ્માન એટલે સ્તુતિ આદિ વડે ગુણેન્નતિ કરવી, અથવા માનસિક પ્રીતિ વિશેષ.
હવે વન્દનાદિ શા માટે? તે કહે છે.
સોદ્દિામવત્તિયાણ-માધિલાભ નિમિત્તે, એષિ એટલે શ્રી અરિહંત પ્રણીત ધર્મની ભાવથી પ્રાપ્તિ.
હવે એધિલાભ શા માટે? તે કહે છે.
નિવસવત્તિયા-નિરુપમ્રગ નિમિત્તે, નિરુપસંગ એટલે જન્માદિ ઉપસર્ગ રહિત સ્થાન-માક્ષ.
શ્રદ્ધાદિથી રહિત આત્માને આ કાયાત્સગ કરવા છતાં અભિલષિત અથ'ની સિદ્ધિ માટે થતા નથી. માટે ‘લદ્યાર્’ ઇત્યાદિ પટ્ટા કહે છે.
સદ્ધાળુ, મેદ્દાર, પીફળ, ધારળાઇ, અનુપેદ્દા, વઢમાળીણ ઝામિ શાકમ્પ્સનું-વધતી એવી શ્રદ્ધા વડે, મેધા વડે, ધૃતિ વડે, ધારણાવડે અને અનુપ્રેક્ષાવડે હું કાયાત્સગ કરું છું. વધતી કિન્તુ અવસ્થિત નહિ. વધતી શ્રદ્ધા, વધતી મેધા, વધતી ધૃતિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા. સાધુ અને શ્રાવ કને આધિલાભ હાય જ છે તે પછી તેની પ્રાથના કરવાની શી જરૂર? એધિલાભ હાવાથી મેક્ષ પણ મળવાના જ છે,
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૬ તે પછી તેની અભિલાષા કરવાની પણ શી જરૂર? એ જાતિની શંકા નહિ કરવી. કિલષ્ટકમના ઉદયથી કદાચિત્ પ્રાપ્ત થયેલું સમ્યફ ચાલી પણ જાય અથવા જન્માંતરમાં તે ન પણ મળે, એ કારણે તેની પ્રાર્થના કરવી ઉચિત છે. અપ્રાપ્તની પ્રાપ્તિ માટે જ પ્રાર્થના હોય છે એમ નથી કિન્ત પ્રાપ્ત થઈને ચાલી ગયેલું પણ પ્રયત્નથી પ્રાપ્ય છે, માટે પ્રાર્થના કરવાની છે. અથવા ક્ષાપશમિક સમ્યક્ત્વની અપેક્ષાએ શાયિક સમ્યકત્વ શીઘ્ર ફળસાધક છે, તેને માટે પણ પ્રાર્થના કરવાની છે. નિરુપસર્ગ-મક્ષ પણ ક્ષાયિક સમ્યક્ત્વને આધીન છે. ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિનો ભાવ ટકાવી રાખવા માટે મોક્ષની પ્રાર્થના પણ સાર્થક છે.
સદ્ધા-શ્રદ્ધા વડે. મારી ઈચ્છા વડે કિન્તુ કોઈના બલાત્કારાદિથી નહિ. શ્રદ્ધા-મિથ્યાત્વ મેહનીય કર્મના ક્ષેપમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષા રૂપ એક પ્રકારની પ્રસન્નતા આ શ્રદ્ધા જીવાદિ તાવિક પદાર્થને અનુસરનારી, ભ્રાંતિને નાશ કરનારી તથા કર્મફળ, કર્મ સંબંધ અને કર્મના અસ્તિત્વની સમ્યક્ પ્રતીતિ કરાવનારી છેશાસ્ત્રમાં એને “ ઉદકપ્રસાદકોમણિ'ની ઉપમા આપવામાં આવી છે. સરોવરમાં નાખેલ ઉદકપ્રસાદકમણિ જેમ એકાદિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે તેમ શ્રદ્ધામણિ પણ ચિત્તરૂપી સરેવરમાં રહેલ સંશયવિપર્યયાદિ કાલુષ્યને દૂર કરી ભગવાન્ અરિહંતપ્રણીત માર્ગ ઉપર સમ્યગૂ ભાવ ઉત્પન્ન કરે છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૮૭
મેદ્દા-મેધા વડે. સમજપૂર્વક કિન્તુ જડપણે નહિ. મેધા-જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમથી ઉત્પન્ન થતા ગ્રન્થ ગ્રહણ પટ્ટુપરિણામ-એક પ્રકારના સગ્રન્થમાં પ્રવૃત્તિ કરાવનાશ પરિણામ, પાપાતની અવજ્ઞા કરાવનારા તથા ગુરુ વિનયાદિ વિધિમાં જોડનારા ચિત્તના ધમ. શાસ્રમાં એને
આતુર-ઔષધાપ્તિ-ઉપાદેયતા ની ઉપમા આપવામાં આવી છે. જેમ કેાઈ બુદ્ધિમાન રાગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેના વિશિષ્ટ ના અનુભવ થાય, ત્યારે અન્ય સર્વ વસ્તુને દૂર કરી તેના ઉપર જ તેને મહાન ઉપાદેય ભાવ અને ગ્રહણ કરવાનો આદર રહે છે, તેમ મેધાવી પુરુષને પેાતાની મેધાના સામર્થ્યથી સગ્રન્થને વિષે જ અત્યત ઉપાદેય ભાવ અને ગ્રહણાદર રહે છે, પણ બીજા ઉપર રહેતા નથી. કારણ કે સદ્ગત્થાને તેઓ ભાવૌષધરૂપ માને છે.
4
પૌરૂ–કૃતિ વડે. મનની સ્થિરતા વડે, કિન્તુ રાગાદિથી આકુલ થઇને નહિ.—કૃતિ-માહનીય ક્રમના ક્ષયે પશમાદિથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રીતિ. અવય કલ્યાણના કારણભૂત વસ્તુની પ્રાપ્તિના દૃષ્ટાંત વડે આ પ્રીતિ દીનતા અને ઉત્સુક તાથી રહિત તથા ધીર અને ગંભીર આશયરૂપ હોય છે. શાસ્ત્રમાં એને દૌગત્યથી હણાયેલાને ચિન્તામણિની પ્રાપ્તિ'ની ઉપમા આપવામાં આવી છે. જેમ ક્રૌગત્ય-દરિદ્રતાથી ઉપર્હત થયેલાને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થાય અને તેના ગુણની ખબર પડે ત્યારે “શમિયાની મૌનસ્યં
""
6
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૮
<<
હવે ક્રૌત્ય ગયુ” એ જાતિની માનસિક વૃત્તિ-સાષ ઉત્પન્ન થાય છે, તેમ જિનધČરૂપી ચિન્તામણિ રત્નની પ્રાપ્તિ થવાથી અને તેને! મહિમા માલૂમ પડવાથી क इदानीं संसार ” હવે સ`સાર કાણુ માત્ર છે ? એ જાતિની દુઃખની ચિન્તાથી રહિત માનસિક લાગણી ઉત્પન્ન થાય છે.
66
ધાળા-ધારણા વડે. અવિસ્મરણપૂર્વક કેન્તુ શૂન્યચિત્ત નહિ. ધારણા-જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થનારી, પ્રસ્તુત એક વસ્તુને વિષય કરનારી તથ! અવસ્મ્રુતિ, સ્મૃતિ અને વાસનારૂપ ભેદવાળી ચિત્તપરિણતિ શાસ્ત્રમાં એને ૮ સાચા મેાતીની માલાને પરાવવા ’નાં દૃષ્ટાંતની સાથે સરખાવી છે. તેવા પ્રકારના ઉપયોગની દૃઢતાથી તથા યથાયેગ્ય અક્ષિપ્તપણે સ્થાનાદિ યાગમાં પ્રવૃત્તિ થવાથી ચૈગરૂપી ગુણની માલા નિષ્પન્ન થાય છે.
અણુવેદ-અનુપ્રેક્ષા વડે વિચારણાપૂર્વક કિન્તુ કેવળ પ્રવૃત્તિ માત્રરૂપે નહિ અનુપ્રેક્ષા-જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયપશ્ચમથી ઉત્પન્ન થયેલે અનુભૂત અના અભ્યાસના એક પ્રકાર, પરમ સ્વેયને! હેતુ, ઉત્તરાત્તર વિશેષ વિશેષ પ્રતીતિ કરાવનાર, કૈવલજ્ઞાનની સન્મુખ લઈ જનારા ચિત્તને ધમ શાસ્ત્રમાં એને ‘રત્નશાધક અનલ'ની ઉપમા આપવામાં આવી છે. રત્નને પ્રાપ્ત થયેલા રત્નશેધક અનલ એમ રત્નના મલને બાળી નાંખી શુદ્ધિ પેદા કરે છે, તેમ આત્મરત્નને પ્રાપ્ત થયેલે અનુપ્રેક્ષા રૂપી મનલ ક`મલને આળી નાંખી કૈવલ્યને પેદા કરે છે. કારણ કે તેના તેવે! સ્વભાવ જ છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
૧૮૯ આ શ્રદ્ધાદિ પાંચ ગુણો અપૂર્વકરણ નામની મહાસમાધિના બીજ છે. તેના પરિપાક અને અતિશયથી અપૂર્વ કરણની પ્રાપ્તિ થાય છે. કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યા વિકપોને દૂર કરી શ્રવણ, પઠન, પ્રતિપત્તિ, ઈચ્છા અને પ્રવૃત્તિમાં જોડાવું, એ એને પરિપાક છે. તથા સ્થય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી, એ એને અતિશય છે. શ્રદ્ધાદિ ગુણેના પરિ પાક અને અતિશયથી પ્રધાનપરોપકારના હેતુભૂત અપૂર્વક૨ણ નામના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
લાભને કમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા, મધાથી ધૃતિ, ઘતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા તથા વૃદ્ધિને કેમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ, મેધાની વૃદ્ધિથી ધૃતિની વૃદ્ધિ, ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ અને ધારણાની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે.
:
RED
૧ ક
Page #317
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્મા સમક્ષ પ્રાથના કરવા માટેનુ' પ્રણિધાન સૂત્ર.
શ્રી અહિ ત પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરવાના સૂત્રને પ્રણિધાન સૂત્ર કહેવામાં આવે છે પ્રણિધાન એટલે ચિત્તની એકા ઐતા. ચિત્તની એકાગ્રતા થયા સિવાય પ્રવૃત્તિમાં વેગ આવતા નથી. પ્રવૃત્તિમાં વેગ લાવવા માટે તથા પ્રવૃત્તિમાં આવતાં વિઘ્ના ઉપર વિજય મેળવવા માટે તથા આશયની, શુદ્ધિ માટે પ્રણિધાન-ચિત્તની એકાગ્રતાની અત્યંત આવશ્યકતા છે. એક જ વાતનું વારવાર ‘પ્રણિધાન' થવાથી પ્રવૃત્તિ વેગવતી અને છે. વિના જીતવાનું સામર્થ્ય પ્રગટે છે અને કાની અવશ્ય સિદ્ધિ થાય છે. મતે સાચે રેપકાર પણ સાધી શકાય છે.
અહી. પ્રથમ પ્રણિધાન સૂત્ર પછી તેને અથ અને ત્યાર પછી તેને ભાવા રજુ કરવામાં આવેલ છે.
प्रणिधान ( जय वीराय ) सूत्र
जय वीराय जगगुरु होउ ममं तुह पभावओ भयवं; भवनिव्वे ओ मग्गा सारिआ इफल - सिद्धि ||१||
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯
लोग-विरुद्धच्चाओ, गुरुजण- पूआ परस्थकरणं च; सुहगुरु-जोगो तव्वयण-सेवणा आभव-मखंडा ॥२॥ વાનિ નિચાળ ઘંઘળે વીરા તુ સમ, तहषि मम हुज्ज सेवा, भवे भवे तुम्ह चलणाणं ॥३॥ दुक्खक्खओ कम्मक्खओं, समाहि-मरणं च बोहिलाभो अ; संपजउ मह एअं, तुह नाह! पणामकरणेणं ॥४॥ સર્વ-મંત્ર-માંડ્યું, સર્વ-જન્ચા-જાળમ્; प्रधानं सर्व-धर्माणां, जैन जयति शासनम् _ .
પ્રણિધાન સૂત્રને અર્થહે વીતરાગ પ્રભુ! હે જગશુરુ! તમે જયવંત વર્તે. હે ભગવન્! તમારા સામર્થ્યથી મને સંસાર પ્રત્યે નિર્વેદ પ્રગટે, મોક્ષમાર્ગે ચાલવાની શક્તિ પ્રાપ્ત થાઓ અને ઈષ્ટ ફલની સિદ્ધિ થાઓ. (૧)
હે પ્રભુ! મને એવું સામર્થ્ય પ્રાપ્ત થાઓ કે જેથી મારું મન લોકનિંદા થાય એવું કોઈ પણ કાર્ય કરવા માટે પ્રેરાય નહિ. ધર્માચાર્ય તથા માતા-પિતાદિ વડીલે પ્રત્યે પૂરેપૂરો આદરભાવ અનુભવે અને બીજાનું ભલું કરવા માટે ઉજમાળ બને. વળી હે પ્રભો ! મને સદગુરુને યોગ સાંપડજે, તથા તેમનાં વચને પ્રમાણે ચાલવાની શક્તિ પ્રાપ્ત થશે. આ બધું જ્યાં સુધી મારે સંસારમાં પરિભ્રમણ કરવું પડે ત્યાં સુધી અખંડ રીતે પ્રાપ્ત થજે. (૨)
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૮૨ હે વીતરાગ' તમારા પ્રવચનમાં જે કે નિયાણું બધવાનું એટલે કે ધર્મના બદલા તરીકે કંઈ માગવાનું વાયું છે, તેમ છતાં હું એવી ઇચ્છા કરું છું કે દરેક ભવમાં તમારાં ચરણોની પાસના કરવાને વેગ મને પ્રાપ્ત થજે. (૩)
હે નાથ! તમને પ્રણામ કરવાથી દુઃખનો નાશ થાય, કર્મને નાશ થાય, સમાધિપૂર્વક મૃત્યુ થાય અને સમ્યક્ત્વ સાંપડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થજે. (૪) | સર્વ મંગલેમાં મંગળરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન સદા જયવંતુ વર્તે છે. (૫)
પ્રણિધાન સૂત્રને ભાવાર્થ – પ્રણિધાન સૂત્રની શરુઆતમાં વીરા ! sre! એ શબ્દોથી વીતરાગ પરમાત્માને વિજય ઈચ્છવામાં આવ્યા છે.
હે વીતરાગ ! તારો વિજય થાઓ !” તારા વિજયમાં વિશ્વને વિજ્ય છે. વીતરાગના વિજયમાં રાગાદિ દેને પરાજય છે અને દેશના પરાજયમાં જ વિશ્વને વિજય છે.
હે જગ તારે વિજય થાઓ!” પ્રાણીઓને જગતનું યથાવસ્થિત સ્વરૂપ કહે તે જગદ્ગુરુ કહેવાય છે. જેઓ પ્રથમ જગતના યથ સ્થિત સ્વરૂપને સવયં જાણે છે, તથા જ્ઞાન મુજબ દુનિયાને યથાવસ્થિત સ્વરૂપ બતાવે છે. તેઓ જ જગદગુરુ પદની પ્રાપ્તિને બને છે. વીતરાગના
Page #320
--------------------------------------------------------------------------
________________
૨૯૩
વિજયમાં જેમ દાષા ઉપરના વિજય ઈચ્છાય છે; તેમ જગદ્ગુરુના વિજયમાં કેવળજ્ઞાન અને યથાથ ઉપદેશના વિજય ઈચ્છાય છે. યથાર્થ ઉપદેશ માટે કેવળજ્ઞાનની જરૂર છે અને કેવળજ્ઞાન માટે વીતરાગ ભાવની જરૂર છે. જગદ્ગુરુ પદથી કેવળજ્ઞાન અને યથાર્થ ઉપદેશ એ એ ગુણ્ણાનું ગ્રહણ થાય છે. સઘળાય અન’તુ મૂળ અજ્ઞાન છે, અજ્ઞાનથી ક્રોધાદિ દોષ, ક્રોધાધિ દોષથી હિ'સાદિ અસત્ પ્રવૃત્તિ અને હિ'સાદિ અસત્ પ્રવૃત્તિથી દુર્ગતિની પર પરા ઉત્પન્ન થાય છે. તે બધાને રાકવાનું સાધન યથાર્થ જ્ઞાન છે અને યથાર્થ જ્ઞાનનુ સાધન યથાર્થ ઉપદેશ છે.
યથાર્થ ઉપદેશના શ્રવણથી જે આત્માઓના અજ્ઞાન અધકારના નાશ થાય છે, તે આત્માએ ધીમે ધીમે ક્રોધ, લેાભ, ભય આદિ દ્વાષાથી મુક્ત થતા જાય છે. જેમ જેમ ક્રોધ, લેાભ, ભયાદિ દોષોથી મુક્ત થતાં જવાય છે, તેમ તેમ હિંસા, અસત્ય, અબ્રહ્ન આદિ અસત્ પ્રવૃત્તિઓ પણ અટકતી જાય છે. અસત્ પ્રવૃત્તિએ અટકવાથી નવીન ક્રમના બંધ અટકી જાય છે અને સત્ પ્રવૃત્તિઓના સેવનથી - ક્રમના નાશ થતા જાય છે. પરિણામે ઉત્તમ જન્માની પર પરા સાથે થાડા જ સમયમાં ઘાતી કર્મોના નાશથી સાધ્ય કેવળજ્ઞાન, અને સકર્મીના નાશથી સાધ્ય મુક્તિ એ એની જીવન પ્રાપ્તિ થાય છે. આ બધા લાભની પર’પરાનુ' મૂળ કારણ યથાર્થ ઉપદેશ છે અને યથાર્થ ઉપદેશમાં હેતુ કેવળજ્ઞાન અને વીતરાગતા છે અને તે ત્રણેને ધારણ કર
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૪ નારા જગદગુરુ કહેવાય છે. તેવા જગશુરુઓના વિજયમાં યથાર્થ ઉપદેશને, કેવળજ્ઞાનને, અને (સર્વદેષરહિત સર્વ ગુણસહિત) વીતરાગતાને વિજય ઈરછાય છે. એ ત્રણેના વિજયમાં સત્યને વિજય રહેલ છે અને સત્યના વિજયમાં ત્રણ જગતને સાક્ષાત્ કે પરંપરાએ વિજય રહેલો છે.
વીતરાગ અને જગદગુરુને વિજય ઈચ્છવા પૂર્વક બુદ્ધિમાં તેમનું સન્નિધાન લાવવા માટે ફરીથી કહેવામાં આવે છે કે “હે ભગવન! તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાઓ.” શું? તે હવે પછી કહેવામાં આવશે.
(૧) ભવનિર્વેદ,
આ “જયવયરાય” સૂત્ર પ્રાર્થના સૂત્ર છે. એમાં વિતરાગ પાસે ભવનિર્વેદ આદિની માગણી રૂપ પ્રાર્થના કરવામાં આવી છે તે અહીં કમસર વિચારીએ.
હે ભગવન ! તમારા અનિત્ય સામર્થ્યથી મને ભવનિર્વેદ પ્રાપ્ત થાઓ. એ પ્રમાણે આ સૂત્રમાં સૌથી પ્રથમ માગણી ભવનિર્વદની કરવામાં આવી છે. ભવનિર્વેદ એટલે સંસાર પ્રત્યે અબહુમાન. ભવ પ્રત્યે અબહુમાન એ વાસ્તવિક રીતે ભગવાન પ્રત્યેનું જ બહુમાન છે.
ભવ એટલે સંસાર અને એ સંસાર દેવ, મનુષ્ય તિર્યંચ અને નરક એ ચાર ગતિએ અને તે ગતિઓમાં
Page #322
--------------------------------------------------------------------------
________________
કારણભૂત પાંચ વિષય અને ચાર કષાયાદિ સ્વરૂપ છે. નરક અને તિર્યંચ ગતિઓ સાક્ષાત્ દુઃખોને ભંડાર છે. મનુષ્ય અને દેવગતિમાં પણ મોટે ભાગે ઈર્ષા, રોષ, વિષાદ તથા રોગ, શોક અને ઉપદ્રવની ચક્કીમાં પીસાવા સિવાય બીજું કાંઈ જ નથી. સુદેવ અને સુમનુષ્ય ગતિમાં યત્કિંચિત દેખીતું સુખ છે, પણ તેમાં આસક્ત થનારા જીવને ભવિ.
ખ્યામાં તે આકરાં કષ્ટોને આપનારા એવા અતિચીકણાં કને ઉપાર્જન કરાવવાનાં તીવ્ર હેતુએ રૂપ બને છે. ચારે ગતિએ માં વસીને તેમાં રહેલા સુખોને ભોગવવાની લાલસાથી
વે અસહ્ય કષ્ટોને અનંતીવાર સહ્યાં છે. ભવ અને ભવના સુખે પ્રત્યેને એ અગ્ય રાગ જ્યાં સુધી દૂર ન થાય, ત્યાં સુધી મોક્ષ અને મેક્ષના અનંતા સુખ માટે યત્ન કેવી રીતે થાય? જયાં સુધી ભવને રાગ ઘટે નહિ, ત્યાં સુધી મોક્ષને યત્ન થાય નહિ અને થાય તે પણ તેમાં જીવ આવે નહિ મોક્ષ માટેના યત્નમાં પ્રાણ પૂરવા માટે ભવવિરાગની પરમ અગત્ય છે. અને તે વીતરાગની પ્રાર્થનાથી જ સુશકય છે. વીતરાગ ભવથી સર્વાશ વિમુક્ત છે અને તેમનું સામર્થ્ય અચિત્ય છે. તેથી તેમની પ્રાર્થના ભવવિરાગને આપવામાં સમર્થ છે. ભવવિરાગ એ સૌથી મેટે સદગુણ છે. ભાવવિશગ અને મોક્ષરાગને જૈનશાસનમાં મેટો પેગ પણ કહે છે. એ બે વસ્તુ જેના અંત રમાં સ્થિર હોય છે, તેની બધી ધર્મક્રિયા અમૃતક્રિયા બની જાય છે.
Page #323
--------------------------------------------------------------------------
________________
“ચાર ગતિમાં નિત્ય ઉગ” એ ભવનિર્વેદનું સ્વરૂપ છે અને “આત્મસ્વરૂપમાં નિત્ય રમણ” એ સમસ્ત કર્મના ક્ષયથી મળતાં મોક્ષનું સ્વરૂપ છે. ભવમાં અનંત દુઃખ છે અને મોક્ષમાં અનંત સુખ છે. એ નિશ્ચય વીતરાગના આલંબનથી પણ કોઈક જ જીવને કોઈક જ કાળે થાય છે, અને એ થયા પછી એને સંસાર પરિભ્રમણ કાળ એકદમ ટુંકાઈ જાય છે. વીતરાગના આલંબનથી સાધવા લાયક જે કોઈ મોટામાં મોટું કાર્ય હોય તે તે એક ભવનિર્વેદ જ છે. અને તેથી સૌથી પ્રથમ માગણી વિતરાગની પ્રાર્થનામાં તેની જ કરવામાં આવે તો તે સર્વથા સુસંગત છે. હવે પછી બીજી જે જે પ્રાર્થનાઓ કરવામાં આવવાની છે, તે બધી ભવનિવેદને જ પિષણ આપવા માટે છે. તે બીજી પ્રાર્થનાઓ એક પછી એક હવે જોઈએ.
(૨) માર્થાનુસારિતા. હે ભગવન્ તારા સામર્થ્યથી મને જેમ ભવનિર્વેદ પ્રાપ્ત થાઓ તેમ માર્ગનુસારિતા–મેક્ષ માગને અનુસરવા પણું પ્રાપ્ત થાઓ. મોક્ષમાર્ગને અનુસરવાપણું જીવને ત્યારે જ થાય છે, કે જ્યારે તે અસદુગ્રહને વિજય કરનારો થાય છે. મોક્ષને સુખસ્વરૂપ અને ભવને દુઃખસ્વરૂપ તરીકે સમજવામાં બાધક કોઈ પણ ચીજ હોય તે તે આ અસંગ્રહ છે. અસદુગ્રહને આધીન થયેલ છવ મને અને સંસારને તેના યથાર્થ
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૯૭
સ્વરૂપમાં સમજી શકતા નથી. યથાર્થ જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રતિમધક જેમ મતિમાંદ્ય, બુદ્ધિૌ લ્ય અને જ્ઞાનાવરણીય ક્રમના ઉદય છે, તેમ અહં'માનિત્વ, પૂર્વાંગ્રહગ્રહિતા, ધૂતયુદ્ધાહિતતાદિ પણ મુખ્ય છે. દુરભિનિવેશને આધીન થયેલ બુદ્ધિમાન પુરુષ પણ અવસરે વસ્તુને તેના યથા સ્વરૂપે ઓળખી શકતા નથી. એ અસગ્રહ પ્રત્યેક જીવને અજ્ઞાનદશામાં કે મિથ્યાજ્ઞાનવાળી દશામાં અતિ ભારે હોય છે, તેની ઉપર જ્યાં સુધી સર્વથા વિજય મેળવવામાં ન આવે ત્યાં સુધી, ભવને અને માક્ષને તેના યથાર્થ સ્વરૂપમાં પીછાણુવા અતિ દુષ્કર છે. એ કારણે વીતરાગ ભગવંત પાસે બીજી માગણી ‘માર્ગાનુસારિતા' એટલે તત્ત્વાનુસારિતાની-કરવામાં આવે છે.
(૩) ઇષ્ટફલસિદ્ધિ,
ઇષ્ટસિદ્ધિ એટલે અભિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ. આલા ક્રમાં જે પદાર્થો ચિત્ત સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે, તેવા અન્ન, વસ્ત્ર, આરાગ્ય, આજીવિકા અને કુટુબાદિ પદાર્થા સાનુકૂળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્થિર ચિત્તે તત્ત્વવિચારણા થવી શકય નથી. એ કારણે એ તત્ત્વાનુસારિ તાને સહાયક એવી ચિત્તસ્વસ્થતાને મેળવી આપનાર ઇહુ. લૌકિક અભિમત ( પ્રશસ્ત અકામાદિ) પદાથૅર્થીની નિષ્પ ત્તિને પણ ઇચ્છવામાં આવી છે. ભવિનવે દાદિકને સહાયક જેટલી ઐહિક ચીજો છે, તેને ઇચ્છવામાં પશુ ગર્ભિત રીતે ભનિવેદ્ઘ જ મગાય છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
(૪) લોકવિરત્યાગ. ઉત્તમ વજનસમાજમાં વિરૂદ્ધ ગણાતા કાર્યોને ત્યાગ. ચિત્તસ્વસ્થ તા માટે જેમ જીવનનિર્વાહનાં સાધનોની જરૂર છે, તેમ જે લોકોની વચ્ચે વસવું છે, તે લેકની સાથે નિરર્થક થેડો પણ વિરોધ ઉત્પન્ન થઈ ન જાય, તેની કાળજી રાખવાની પણ જરૂર છે. મહાપુરુષ ફરમાવે છે કે “ઢો: રવવાધાર: સર્વેષ ધર્મવાળાં ચHIધર્મ આચરનાર સર્વેને લોક એ જ આધાર છે. તે કવિરુદ્ધ આચરણ કરનાર એવા ધર્મીને પણ લેક પ્રતિકુળ રહે છે અને તેથી પ્રતિકૂલ થયેલ લેક તરફથી તેને ઘમચરણમાં અનેક વિદને ઊભાં થાય છે. લેકવિરુદ્ધ કાર્યમાં સૌથી પ્રથમ છેડી દેવા લાયક કેઈપણ કાર્ય હોય તે તે “નિદા” છે. નિદા કોઈને પણ પસંદ નથી. દરેક માણસને પિતાની વસ્તુની કિંમત અધિક છે “આકરા શબ્દો છે કે તે સત્ય હોય તો પણ મનુષ્યના સંબંધને બગાડી નાખે છે.
નિન્દા ” એ મનુષ્યોના પરસ્પર સંબંધમાં વિષ રેડે છે, અથવા એ સંબંધમાં ઝેર ફેલાવવાનું કાર્ય કરે છે; તે પણ તેનાથી ભાગ્યે જ કોઈ બચી શકે છે. નિન્દાથી બચી શકનાર આ વિશ્વમાં ઘણા વિરલ છે. પરેનિન્દાથી બચવું એ ઘણું દુષ્કર છે, ભતૃહરિએ કહ્યું છે કે “નિરમિમવાર થાક, થમમિરાતે નિતિ” જેમાં બીજાને પરાભવ નથી, એવી પરકથા અકુલીન આત્મામાં કેવી રીતે સંભવી શકે? મનુષ્યની પ્રાયઃ પ્રત્યેક વાતમાં બીજાને
Page #326
--------------------------------------------------------------------------
________________
પરાભવ અને પિતાને ઉત્કર્ષ સારવાને ભાવ છુપાયેલું હોય છે. જે વાતમાં પરપરાભવ અને સ્વપ્રશંસા ન હોય, તે વાતમાં માણસને વધારે રસ આવતે જ નથી એ સ્થિતિમાં નિન્દાવૃત્તિથી બચવું કે તેનાથી છૂટવું એ શ્રી વીતરાગની કૃપા સિવાય શક્ય નથી. શ્રી વીતરાગની દયા જ તેનાથી છોડાવી શકે છે. બાકી તે લગભગ બધા જ તે વ્યસનમાં ફસાએલા છે અને એ કુવ્યસનના કલંકે પરસ્પર અપ્રીતિ, પ્રàષ અને વિષાદની સળગતી જવાળામાં જળી રહ્યા હોય છે. એનાથી બચવાને એક જ ઉપાય લેકવિરુદ્ધ ત્યાગની ભાવના છે. નિન્દામાં પણ ગુણ પુરુષની નિન્દા વિશેષ ત્યાજ્ય છે. બહુજન વિરોધ, ચિત્તની સ્વસ્થતાને વધારે ને વધારે બાધક થાય છે. બહુજન વિરુદ્ધને સંગ તથા પ્રસિદ્ધ દેશાચાનું ઉલંઘન પણ બહુજન વિરોધની જેમ ચિત્તસ્વાથ્યને બાધક છે. એ વિગેરે લેકવિરુદ્ધ કાર્યો કદી પણ મારાથી ન થાઓ, એ જાતિની વીતરાગ પાસે પ્રાર્થના કરવી એ પણ “ભવનિર્વેદને સાધવાનું સાધન છે.
(૫) ગુરજનપૂજા. વીતરાગની પાસે પાંચમી પ્રાર્થના ગુરુજન એટલે માતાપિતાદિ વડીલજન-તેઓની પૂજા એટલે ઉચિત પ્રતિપત્તિ (ભક્તિ-વિનય ઈત્યાદિ) છે. માતાપિતાદિ ઉપકારી જનની ઉચિત પ્રતિપત્તિ જેઓ કરતા નથી તેઓ જાનવરથી અધિક નથી. કહ્યું છે કે– “ભારતન્યાનાકનની મતિ ” ઈત્યાદિ. સ્તનપાન કરાવે ત્યાં સુધી માતાને માતા તરીકે માને, તે
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૦
અધમ પુરુષનું લક્ષણ છે. ઉત્તમ પુરુષા જીવિતના અંત સુધી માતાને માતા તરીકે પૂજે છે. માતાપિતાદિ વડીલ જનાના પ્રત્યક્ષ ઉપકાર જેઓ મરણપથમાં રાખી શકતા નથી, તેઓ ધર્મ, ધર્માચાર્યાં, ધર્મોપદેશકો અને ધર્માંશાસ્ત્રકારા તરફથી થતા પરાક્ષ ઉપકાર હૃદયપટ ઉપર ધારણ કરી શકે, એ માનવું શુ` વધારે પડતુ નથી ? જીવમાં સ્વાર્થવૃત્તિ ભયકર હોય છે, અને પરમાવૃત્તિ લુપ્તપ્રાયઃ હાય છે. લુપ્તપ્રાયઃ તે પરમાર્થવૃત્તિને જીવાડવાના અને જગાઢવાના સરળ ઉપાય માતાપિતાદિ ગુરુજનની પૂજા છે. જીવ કેવળ પનિન્દાથી બચી જાય, તેટલા માત્રથી કલ્યાણુ નથી. તેની સાથે ઉપકારીઓની પૂજાની પણ પરમાના માર્ગમાં અત્યંત જરૂર છે. જે પેાતાના ઉપર ઉપકાર કરનારાઓની પૂજા, સેવા કે ચાકરી માટે પણ તૈયાર નથી, તે બીજાએ કે જેઓએ તેના ઉપર કોઈ પણ પ્રકારના ઉપકાર કર્યાં નથી, તેઓની સેવા, ચાકરી કે બરદાસ કરવાથી વૃત્તિવાળા ખની જાય એ શુ શકય છે ? અને જયાં સુધી જીવમાં પરની સેવા કરવાની વૃત્તિ આવતી નથી, ત્યાં સુધી તેના ચિત્તની સ્વસ્થતા કે સમાધિ સુશકય નથી. ચિત્તવાસ્થ્ય માટે અને માનસિક સમાધિ માટે પરસેવાની ઘણી જ આવશ્યકતા છે. અને તે કાય ગુરુજનપૂજાથી પણ અ‘શતઃ સિદ્ધ થાય છે.
(૬) પરાકરણ,
ખીજાઓનાં કાર્યોને કરવાં એ પરાકરણ છે, પેાતાના
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૧
ધર્મને બાધ ન પહોંચે તે રીતે બીજાએનાં કાર્યોને કરવા એ સર્વ જીવલેાકમાં સારભૂત વસ્તુ છે-મનુષ્યનું મનુષ્યત્વ અને પુરુષનુ પુરુષત્વ એનાથી દીપે છે. પાપકારી પુરુષ એ ચદ્ર કે ચ'દનની જેમ સ*જનવલા બને છે. તેનુ વચન અને વન સર્વને ગ્રાહ્ય અને ઉપાદેય થાય છે. ખીજાઓને ધમ પમાડવા માટે તે સારી રીતે ચૈાન્યતા પ્રાપ્ત કરે છે, એટલુ જ નહિ, પણ ‘પા’કરણ ’થી ઉત્પન્ન થતાં પુણ્યાનુબંધી પુણ્યના ચાગે તેને વિશિષ્ટ વિશિષ્ટતર સત્પુરુષોના સુચાગ પશુ સુલભ ખનતા જાય છે.
(૭) શુભગુરુોગ.
‘શુભગુરુજોગ' શુભ એટલે વિશિષ્ટ ચારિત્ર યુક્ત, ગુરુ એટલે આચાય, તેના યાગ એટલે તેઓના સબધ મને થાઓ! આ સંસારમાં જ્યાં સુધી વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્ય'ના સબધ ન થાય ત્યાં સુધી મુક્તિના માગ ઉપર જીવને પૂરેપૂરા ભરાસે બેસી શકે નહિ. પરોક્ષ એવા મુક્તિમાગ ઉપર વિશ્વાસ બેસવા માટે મુખ્ય સાધન પ્રત્યક્ષ એવા ચારિત્રયુક્ત આચાર્ચી જ છે. વિશિષ્ટ ચારિત્રયુક્ત પરોપકારપ્રધાન ચર્ચા જોઇને લેકાને વિશ્વાસ બેસે છે, કે આવા જ્ઞાની અને સદ્ગુણી સત્પુરુષા જે જે નિષ્ફળ હાય નહિ', એટલુ' જ માટા ફળને આપનારી જ હાય. તે પણ કદી અહિતના ન હોય પણ વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્ય'ના
નહિ
પ્રવૃત્તિ કરે તે કદી
પણ તે નક્કી કાઈ
જે ઉપદેશ આપે તે હિતને હાય. એ રીતે સ'ખ'ધથી ઓછા પ્રયત્ને
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૨ મોક્ષમાર્ગમાં મોટો લાભ થાય છે તેમની ચર્ચાને જેવાથી
ક્ષમાની શ્રદ્ધા વધે છે, તેમના ઉપદેશને સાંભળવાથી મોક્ષમાર્ગનું જ્ઞાન વધે છે અને તેમની સેવાને કરવાથી મોક્ષપ્રાપ્તિને રોકનારા કર્મો ખપે છે. વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યોને સંબંધ એ આ સંસારમાં જેમ દુર્લભ છે, તેમ તેમનાં વચનની સેવા અને તેમની આજ્ઞાનુસાર વર્તન એ એથી પણ વધુ કઠીન છે. તેથી વિતરાગની પ્રાર્થનામાં સૌથી છેલ્લી માંગણી તેમનાં વચનની સેવાની છે.
(૮) તવચનસેવા. તેમનાં એટલે સદગુરુનાં વચન એટલે આજ્ઞા, તેની સેવા એટલે જીવનમાં તેને અમલ. સદગુરુની આજ્ઞાનુસાર જીવનમાં વર્તન થવું, એ ઘણું જ દુષ્કર છતાં અત્યંત જરૂરી છે, સદ્ગુરુને સદ્ગુરુ તરીકે ઓળખ્યા પછી પણ તેમની આજ્ઞાનુસાર વર્તન થવામાં અનાદિ સંજ્ઞાઓ, ઉન્મત્ત ઈદ્રિયે અને અતિ ચપળ મન-વચન-કાયાના રોગો ઘણાં આડા આવે છે, તે બધાને જીતવા અતિ દુષ્કર છે. તે ન છતાય અને સશુરુની આજ્ઞાનુસાર વર્તન ન થાય તે મોક્ષ મેળવવાનું કાર્ય અધૂરું જ રહે છે. વૈદ્યને આશ્રય લેવામાં આવે, પણ વૈદ્યના કથનાનુસાર ઔષધ ગ્રહણ કરવામાં ન આવે તે જેમ રોગ મટી શકતો નથી, તેમ સશુરુની સેવા મલ્યા પછી પણ, તેમના હિતોપદેશને અમલ કરવામાં ન આવે તે કરગ ટળી શકે નહિં.
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૦૩
ભવનિર્વેદથી શરૂ કરીને ગુરુવચનની સેવા પર્વતની માગણીઓ વીતરાગ પાસે સાચા ભાવથી કરવામાં આવે, તે તે ફલ્યા સિવાય રહેતી નથી. વીતરાગની પાસે એ પદાર્થોની માગણી કરવામાં વીતરાગનું બહુમાન પણ જળવાય છે અને પ્રાર્થનાનું સાફલ્ય પણ થાય છે. ભવનિ. દાદિ વસ્તુઓની પ્રાપ્તિમાં જેમ સ્વપુરુષાર્થ આદિ કારણે રહેલાં છે તેમ વીતરાગની ગુણપ્રકર્ષતા અને અચિત્ય શક્તિયુક્તતાદિ કારણે પણ રહેલાં છે. ગુણપ્રકર્ષ સ્વરૂપ બનેલા ભગવાન વીતરાગનું અવલંબન લેવામાં ન આવે, ત્યાં સુધી ભવવિરાગ અને સદ્ગુરુવચનસેવાદિ વિશિષ્ટ કાર્યો પાર પડી શકતાં નથી. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે જેમ ઉપાદાના કારણોની આવશ્યતા છે, તેમ નિમિત્ત કારણોની પણ અપેક્ષા રહે છે. સઘળાં નિમિત્ત કારણોમાં વીતરાગનું આલંબન એ સાચા ગુણોની પ્રાપ્તિમાં પ્રધાન નિમિત્તકારણ છે અને બીજાં બધાં નિમિત્તોમાં ઉત્પાદક પણ વીતરાગ છે. તેથી ગુણ પ્રાપ્તિના વિષયમાં વીતરાગ એ સર્વ રીતિએ મુખ્ય બની જાય છે. વીતરાગ સ્વયં કાંઈ આપતા કે લેતા નથી, તે પણ લેનાર કે પામનારને સાધનરૂપે વીતરાગ અને તેમનાથી ઊભા થયેલા આલંબનો જ ઉપયોગમાં આવે છે; તેથી વિતરાગ એ સર્વ દૃષ્ટિએ સાચા ને પરમ ઉપકારી બની જાય છે.
પ્રાર્થનાથી થતા મહાન લાભે. શ્રી અરિહંત પરમાત્મા પાસે પ્રણિધાન સૂત્રમાં કહેલી
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૪
પ્રાથનાને નિર'તર કરવાથી જે માટા ફાયદા થાય છે તેને શાસ્ત્રકારોએ સક્ષેપથી નીચે મુજબ પાંચ વિભાગમાં વહેંચી બતાવ્યા છે.
(૧) પ્રવચનની આરાધના, (૨) સન્માની દૃઢતા, (૩) કતવ્યતાના નિશ્ચય, (૪) શુભાશયની વૃદ્ધિ તથા (૫) સાનુબંધ-શુભ અનુષ્ઠાનની પ્રાપ્તિ
આ પાંચમાં પણ મુખ્ય પ્રથમ વિભાગ છે, પ્રવચન એટલે (વીતરાગ અને તેનુ') શાસન, તેની આરાધના એટલે તેના ઉપકારની અખંડ સ્મૃતિ રહે, તે જાતિનુ વતન. શાસનના ઉપકાર આપણા ઉપર અને સમગ્ર વિશ્વ ઉપર અતિ મહાન છે. જે કાંઈ સારૂ આ દુનિયામાં દેખાય છે, તે એ શાસનની આરાધનાના પ્રતાપ છે. અને જે કાંઈ નરસુ. આ દુનિયામાં દેખાય છે કે મળે છે, તે એ શાસ નની વિરાધનાનું ફળ છે, સારી વસ્તુ પુણ્ય વિના મળતી નથી અને પુણ્ય એ સત્યાય વિના બંધાતું નથી. સત્કાર્ય કરવાની પ્રેરણા જીવને સ્વય થતી નથી. એ પ્રેરણા જેનાથી મળે છે તેનું જ નામ ‘શાસન' છે. દેવ-ગુરુ-શાસ્ત્ર-સધ ચૈત્ય-તીય કે સત્પુરુષ જે કાઈ સત્કાર્યાંની પ્રેરણા માટે આ વિશ્વમાં આલેખનસ્વરૂપ છે, તેનુ મૂળ ઉત્પાદન સાક્ષત્ કે પર‘પરાએ શ્રી જૈનશાસન સિવાય બીજા કાઈથી નથી. તેથી ખધા જ જવા ત્રણે કાળમાં એ શાસનના ઉપકાર તળે દબાયેલા છે અને એના પ્રતાપે જ સુખ અનુભવી રહ્યા છે, એમ કહેવું જરાપણ ખાટુ નથી. એ દૃષ્ટિએ એ શાસનને
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૦૫ તથા એ શાસનના ઉત્પાદક શ્રી વીતરાગ ભગવાનને, પ્રણામ, અને તેમનાં ચરણકમળની ભભવ સેવા, કેટલાં અમોઘ અને મૂલ્યવાન બની જાય છે. એ સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે. * વારિજા રવિ નિથાળ-ધંધvi વીરા ! તુર્દ સમા तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह चलणाणं ॥३॥
હે વીતરાગ ! તારા સિદ્ધાંતમાં યદ્યપિ નિદાનબંધન (ધર્મનાં ફળરૂપે કંઈ પણ માગવું) તેને નિષેધ કર્યો છે, તે પણ પ્રત્યેક ભવમાં તારા ચરણોની સેવા મને મળજો, (એમ હું માગું છું.) ૩
ભગવાનનાં ચરણકમળની સેવા એટલે ભગવાનની ભક્તિ. ચરણની સેવા માગવામાં ભક્તિની પરાકાષ્ઠા ઈચ્છાય છે ભગવાનનાં ચરણે એ પણ જે સેવા કરવા ચગ્ય છે, તે પછી તે ભગવાનની બીજી કયી વસ્તુઓ સેવા કરવા રોગ્ય નથી રહેતી ? ભગવાનની સર્વ વસ્તુ સેવનીય અને પૂજનીય છે, એ ભાવ વ્યક્ત કરવા અને દઢ કરવા માટે વારંવાર ચરણની સેવા ઈછાય છે અને એ ઈચ્છામાં ભગવાન પ્રત્યે રહેલી ઉત્કૃષ્ટ ભક્તિ સૂચવાય છે. ભગવાનની ભક્તિ એ મુક્તિની દૂતી છે. જેને મુક્તિ હવે નિકટ છે, તેને જ ભગવાન પ્રત્યે ભક્તિ જાગે છે, જેને મુક્તિ દૂર છે તેને ભગવાનની ભક્તિની વાત પણ ગમતી નથી, ભગવાનની ભક્તિ એ વાસ્તવિક મુક્તિની જ ભક્તિ છે. ભક્તિ અને મુક્તિને પરસ્પર સાધ્ય-સાધક ભાવ સંબંધ
૨૦
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૬ છે મુક્તિ એ સાધ્ય છે અને ભક્તિ એની સાધક છે. સાચી ભક્તિ એ મુક્તિનું શ્રેષ્ઠ સાધન છે. મુક્તિના સાચા રસિયાઓ મુક્તિ કરતાં પણ ભગવાન (વીતરાગ)ની ભક્તિને અધિક ચાહે છે.
પૂ. મહોપાધ્યાય શ્રી યશેવિજયજી ગણિવર એક સ્થળે ફરમાવે છે કે –
મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી; જેહશું સબળ પ્રતિબંધ લાગ્યો; ચમક પાષાણ જેમ લેહને ખીંચશે,
મુક્તિને સહજ તુજ ભક્તિ રાગે.” ૧ કવિ શ્રેષ્ઠ ધનપાળ પંડિત પણ એક સ્થળે કહે છે કે" होही मोहुच्छेओ, तुह सेवाए धुवत्ति नंदामि ।
जं पुण न वंदियव्यो, तत्थ तुमं तेण झिज्जामि ॥१॥ આપની સેવાથી મારા મોહને અવશ્ય નાશ થશે, એથી હું આનંદ પામું છું; પણ પછી હું આપને વંદન કરવા યોગ્ય નહિં રહું, તેથી અત્યંત ખેદ પામું છું. ૧
મહાશથી કેવળજ્ઞાન અને મોક્ષ મળશે પણ પછી ભગવાનની ભક્તિ કયાં મળી શકશે? આ વાતને ઉપલા કાવ્યમાં ખેદ બતાવ્યા છે. એ ખેદ એમ સૂચવે છે કે ભગવાન ઉપરને મોહ એ મેહનાશ કરતાં પણ એક અપેક્ષાએ કીંમતી છે. મહિને નાશ થાય છે તે સારી જ વસ્તુ છે, પણ નાશ ન થાય ત્યાં સુધી મોહનું સ્થાન દુનિયા
Page #334
--------------------------------------------------------------------------
________________
બને, એ કરતાં ભગવાન બને એ શ્રેષ્ઠ છે, એવું એનું તાત્પર્ય છે. આવી વિશુદ્ધ ભક્તિની યાચના વ્યક્તિનાં ફળ રૂપે કરવી, એ હવૃદ્ધિના હેતુરૂપ નથી, પણ મોહનાશના જ કારણભૂત છે, તેથી પ્રશસ્ત છે અને પ્રશસ્ત અધ્યવસાયને પેદા કરનાર છે. "दुक्खक्खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो अ । संपज्जउ मह एअं, तुह नाह पणामकरणेण ॥ ४ ॥
હે નાથ ! આપને પ્રણામ કરવાના પ્રભાવે મને દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિમરણ અને બધિલાભની પ્રાપ્તિ થાઓ. ૪.
પ્રણામ એટલે પ્રકૃષ્ટ નમન. કાથાથી નમન, વચનથી સ્તવન અને મનથી સતચિંત્વન, અથવા મન-વચન-કાયાથી અનુકળ વર્તન, એ નમનની પરાકાષ્ઠા છે; એ ઉત્કૃષ્ટ ભાવ વંદન છે. ભગવાનને ભાવવંદન એ પણ એક વસ્તુ છે, અને કોઈ પણ વસ્તુ તેના સ્વભાવથી રહિત હોતી નથી. ભાગવાનને વિશુદ્ધભાવથી નમન સ્વરૂપ વસ્તુને સ્વભાવ કે છે, તે આ ગાથામાં વર્ણવાય છે. ભગવાનનું નમન તેના સ્વભાવથી જ દુઃખને ક્ષય, (દુઃખના કારણભૂત) કર્મને ક્ષય, (કર્મક્ષયના અસાધારણ કારણ સ્વરૂપ) સમાધિમરણ અને સમાધિમરણના અદ્વિતીય સાધનરૂપ બોધિ એટલે જિનપ્રણીત ધર્મના અચળ રાગસ્વરૂપ લાભને અપાવનારે છે.
પ્રણામથી બાધિ, વ્યાધિથી સમાધિ, સમાધિથી કર્મ ક્ષય અને કર્મક્ષયથી દુઃખક્ષય, એ રીતે ક્રમશઃ ઉત્કૃષ્ટ પદાર્થોને લાભ વીતરાગના પ્રણામથી સિદ્ધ થાય છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૦૮
વીતરાગને પ્રણામ કરવાની સામગ્રી સર્વ જીવોને સુલભ નથી. એ સામગ્રી શ્રી જૈનશાસનના સુગે પ્રાપ્ત થાય છે. વિશ્વમાં શ્રી જૈનશાસન જ ન હોય, તે વીતરાગ જ કયાંથી હોય?” “વીતરાગ” પણ જૈનશાસનની આરાધનાથી જ વીતરાગ” બને છે, ભવ્ય જીવોને “વીતરાગ” થવાની વ્યવસ્થિત સામગ્રી પૂરી પાડવાનું કાર્ય અનાદિકાળથી આ વિશ્વમાં એક શ્રી જૈનશાસન જ કરી રહ્યું છે, તેથી તે શાસનની મહત્તા ઘણી વધી જાય છે. “શાસન એટલે “તીર્થ અને “તીર્થ” એટલે “તરવાનું સાધન.” ભવ્ય આત્માઓને સંસારસાગર તરવાનું સાધન પૂરું પાડનાર આ “તીર્થ” જ છે. એ તીર્થ એટલે પ્રવચન, અને પ્રવચન એટલે દ્વાદશાંગી. તેને અર્થથી કહેનારા તીર્થંકરદેવ પણ તીર્થ છે. સૂત્રથી ગુંથનાશ ગણધર ભગવંત પણ તીર્થ છે, જ્ઞાન અને કિયા ઉભય સ્વરૂપે તેને ધારણ કરનાર સાધુ-સાધવી શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુવિધ શ્રી સંઘ પણ તીર્થ છે. એ બધાં જ તીર્થ છે તીર્થ સ્વરૂપ છે. એ પવિત્ર તીર્થરૂપી, જલની સેવન કોધરૂપી દાહને શમાવે છે, વિષયરૂપ તૃષા છીપાવે છે, અને મેહરૂપી પંકને શેષવે છે. ક્રોધને દાહ સમ્યકત્વને નાશક છે, વિષયની તૃષા જ્ઞાનની નાશક છે, તથા મહનો કાદવ જીવના નિષ્કલંક ચારિત્રગુણને કલંકિત કરે છે. જીવના નિર્મળ એવા દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મૂળ ગુણોને મલિન કરનાર જે કોધ, લેભ અને મોહાદિ દે છે, તે બધાયને નિગ્રહ કરવાનું સામર્થ્ય શ્રી જૈનશાસનરૂપી તીર્થની આરા ધનામાં રહેલું છે. એ પવિત્ર શાસનની નિર્મળ આરાધના
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૦૯
ભવ્ય જીવાને સદાકાળ મળતી રહે એવી શુભ ભાવનાને વ્યક્ત કરતી અંતિમ ગાથાને કહીને પ્રાના સૂત્રની સમાપ્તિ કરવામાં આવે છે.
सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणम् ।
प्रधानं सर्वधर्माणां, जैनं जयति शासनम् ॥ ५ ॥
સવ' મ’ગલેાનું માંગલ્ય, સર્વ કલ્યાણાનું કારણ તથા સર્વ ધર્મમાં પ્રધાન, એવું શ્રી જૈનશાસન ( ત્રિકાળ અને ત્રિલેાકમાં) વિજયવ'ત છે.
વિશ્વમાં જેટલાં દ્રવ્ય અને ભાવ મગળા છે, તે સવ મોંગલાનું માંગલ્ય શ્રી જૈનશાસનમાં રહેલુ છે. જેનાથી હિત સધાય તે મંગળ. હિત ધર્મોથી જ સધાય છે. હિત સાધનારા ધમ તેને જ કહેવાય કે જે અહિતનાં મૂળરૂપ ભવ અને કર્માંના ક્ષયનું સાધન મને, ક્રમ અને ભવને ન ગાળી આપે તે ધર્મ પણ મગળ સ્વરૂપ ન ગણાય. કર્મ ક્ષય કે ભવક્ષય વિના જીવનું વાસ્તવિક કે હમેશનું હિત સાધી શકાતું નથી. હિત સર્વ જીવાને ઈષ્ટ છે. ઈષ્ટ પદાર્થોને સૌ કાઇ મ‘ગળરૂપ માને છે. જૈનશાસન સવ ઈષ્ટનું સાધક છે, તેથી સવ મ'ગલેાનું માંગલ્ય છે, એમ કહેવુ' સવ થા સત્ય છે. હિતને સાધી આપનાર સર્વ માંગલિક ધર્મોનુ નિરવદ્ય નિધાન શ્રી જૈનશાસન છે. શ્રી જૈનશાસન એ અત્યંત અનવદ્ય ચરણુ-કરણ સ્વરૂપ ધર્મોની ખાણ છે, તથા એ ધર્મને અખડિત આરાધનારા વિશ્વના સર્વશ્રેષ્ઠ સદ્ગુ રુષનું આશ્રયધામ છે. પુણ્યના જ એક વ્યાપાર કરનારા
Page #337
--------------------------------------------------------------------------
________________
૧૦
પરમ શ્રેષ્ટિએ સ્વરૂપ પરમેષ્ટિએ, એ શ્રી જૈનશાસનની પેદાશ છે, તેથી શ્રી જેનશાસન એ ગુણરત્નોની ખાણ અને પુણ્ય પુરુષનું નિધાન બની જાય છે.
તે જ કારણથી એ સર્વ કલ્યાણનું કારણ છે. કલ્ય એટલે સુખ, તેને લાવે તે કલ્યાણ, સુખને લાવનારાં જેટલાં સાપને આ વિશ્વમાં છે, તે સાક્ષાત્ કે પરંપરાએ શ્રી જૈન શાસનથી ઉત્પન્ન થયેલાં છે. સુખનું કારણ ધર્મ છે અને ધર્મની પ્રેરણા આપનાર શ્રી જૈનશાસન છે, તેથી શ્રી જૈનશાસન એ પ્રધાન અને શ્રેષ્ઠ ધર્મ બની જાય છે. અને તેથી જ ત્રણે કાળમાં ટકી રહેવાને સૌથી વધારે લાયક છે. ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં ઉત્પન્ન થનારા ઉત્તમ આત્માએ તે જ ધર્મની આરાધના કરવા માટે સુસજજ રહે છે. દેવમાં ઈન્દ્ર, ચંદ્ર અને નાગેન્દ્રાદિની પદવીઓ, તથા મનુષ્યમાં બળદેવ, વાસુદેવ અને ચક્રવર્તી આદિનાં પદે અપાવનાર કેવળ એક શ્રી જૈનધર્મની આરાધના જ છે. આ લેકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિ, તથા પરલોકમાં મુકિત, મુક્તિ ન મળે ત્યાં સુધી સુગતિ, સુગતિ બાદ સુકુલ જન્મ અને સુકુલમાં પણ બધિરત્નાદિની પ્રાપ્તિ ભવ્ય અને થાય છે, તે બધુંય શ્રી જિનધર્મરૂપી ક૫તરુની આરાધનાનાં જ સુફળે છે. એવા શ્રી જૈનશાસનને વિજય ત્રણે ભુવનમાં સદાકાળ વિજયવંત છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
ચાર નિક્ષેપે શ્રી અરિહંત પરમાત્માને વદના
( આત્મભાવનારૂપે )
અહા આત્મન્ ! તું વિચારી જો કે આ સંસારમા તુ કેટલા કાળથી રખડી રહ્યો છે ? ૮૪ લાખ સૈનિએમાં અનંતા જન્મ-મરણુ કરતા અનંત કાળથી તુ દુ:ખી થઈ રહ્યો છે, એ બધું તારી ભૂલેાનુ પિરણામ છે. તું નિજધર છેડી પરઘરમાં ભટકી રહ્યો છે. હવે તારી જાતને તું ઓળખ! તું સચ્ચિદાનંદ સ્વરૂપી સહજાનંદી આત્મા છે. તારું સ્થાન તા માક્ષમાં કે જ્યાં અનંત સિદ્ધ પરમાત્માએ વસે છે તે શિવનગરીમાં છે ઉઠ ! જાગ ! મહાપુન્યયાગથી તને આ સુંદર સામગ્રીયુક્ત મનુષ્યજન્મ મળ્યા છે. એ તેા મુક્તિનું મંગળ દ્વાર છે, એ દ્વારેથી તારે મુકિત મહેલમાં પહેાંચવું હાય તે! તું ધર્મનું આચરણ કરી લે. અત્યાર સુધી તે શ્રી વીતરાગ પ્રભુના ધને ભાવથી સૈન્યે નહિ, તેથી તારા અનાદિકાલીન દુ:ખના જરાયે અંત આવ્યેા નથી. હું ચેતન હવે તને એવા સુઅવસર મળ્યેા છે કે જો તુ જ્ઞાની ભગવતાનાં વચનાને અનુસરી યથાશકિત વિધિપૂર્વક ધમનું
Page #339
--------------------------------------------------------------------------
________________
આચરણ કરીશ તે તારાં બધાં દુઃખ-સંતાપ સર્વથા વિલય પામી જશે. તારા આત્મઘટમાં રહેલ અનંત સુખ પ્રગટ થઈ જશે માટે આવા પુણ્ય અવસરને તું ચૂકીશ નહિ.
ચાર નિક્ષેપે જિનેશ્વર. નામજિ જિણનામા, ઠવણજિણું પુણુ જિણિંદ ડિમા; દવજિણું જિણજીવા.
ભાવજિણું સમવસરણત્થા (૧)
અર્થ:- શ્રી જિનેશ્વરદેવેનું નામ તે નામજિન છે, શ્રી જિનેશ્વરદેવની આકૃતિ-પ્રતિમાઓ તે સ્થાપનાજિન છે, શ્રી જિનેશ્વરદેવના જીવદલ તે દ્રવ્યજિને છે અને સમવસરણમાં બિરાજમાન તીર્થકર નામકર્મ વેદતા અર્થાત ધર્મદેશના આપતા શ્રી જિનેશ્વરદેવો તે ભાવજિન છે.*
તે જિનેશ્વર દેએ સમ્યગદર્શન–જ્ઞાન ચારિત્રને મિક્ષ માર્ગ કહ્યો છે અને એ રત્નત્રયી એ જ મારા આત્માના
* નમાકૃતિદ્રવ્યમા, પુનત્તરિત્રગાન્નનમ્ |
क्षेत्रे काले च सर्वस्मिन्नहतः समुपास्महे ॥
અર્થ-નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપ-સ્વરૂપે સર્વ કાળે ત્રણ જગતના જીવોને પાવન કરતા શ્રી અરિહંત ભાવતની અમે ઉપાસના કરીએ છીએ.
–સલાહંત સ્તોત્ર શ્લોક બીજ.
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૩ સ્વભાવ છે. આ મુકિતમાર્ગના દાતા શ્રી અરિહંત ભગવંતને હે આત્મન્ ! તું ચાર નિક્ષેપે સૌ પ્રથમ નમન કર, ત્રિકાળ નમન કર, એમના ચરણેના શરણમાં આત્માને સમર્પિત કરી છે. તમામ ધર્મક્રિયા કરતી વખતે એમનું નિરન્તર ધ્યાન કર.
નામનિક્ષેપે વંદના. જેમ મંત્રથી ઝેર ઉતરી જાય, રોગ મટી જાય તેમ પ્રભુના નામસ્મરણરૂપ મંત્રથી ભવભવનાં સઘળાં પાપ દેવાઈ જાય છે, મહાહનું વ્યાપેલું ઝેર આત્મામાંથી નાબૂદ થઈ જાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદના રાગે બધા જડમૂળથી ઉખડી જાય છે. હું તેમના નામથી તેઓ સર્વેને વંદના કરું છું.
અતીત ગ્રેવીસીનાં જિનનામે. પહેલા શ્રી કેવલજ્ઞાની, બીજા શ્રી નિર્વાણી, ત્રીજા શ્રી સાગરનાથ, ચોથા શ્રી મહાયશ, પાંચમા શ્રી વિમલનાથ, છઠ્ઠા શ્રી સર્વાનુભૂતિ, સાતમા શ્રી શ્રીપરપ્રભુ, આઠમા શ્રી દત્તપ્રભુ, નવમાં શ્રી દામોદર, દસમા શ્રી સુતેજસ્વામી, અગિયારમા શ્રી સ્વાતિપ્રભુ, બારમા શ્રી મુનિસુવ્રત, તેરમા શ્રી સુમતિનાથ, ચૌદમા શ્રી શિવગતિ, પંદરમા શ્રી અસ્તાગનાથ, સલમા શ્રી નમીશ્વર, સત્તરમા શ્રી અનિલનાથ, અઢારમા શ્રી યશોધર,
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ગિણીસમા શ્રી કૃતાર્થપ્રભુ, વીસમા શ્રી જિનેશ્વરનાથ, એક્વીશમા શ્રી શુદ્ધગતિ, બાવીસમા શ્રી શિવંકર, ત્રેવીસમા શ્રી સ્પંદનનાથ, અને ચોવીસમા સંપ્રતિનાથ.
આ ભરતક્ષેત્રમાં ગઈ ચોવીસીમાં આ ચોવીસે તીર્થપતિ થયા, તેમને મારાં અનન્તાનન્ત ત્રિકાળ વંદન હેજે.
વતમાન ચોવીસીનાં જિનનામ. પહેલા શ્રી રૂષભદેવ, બીજા શ્રી અજિતનાથ, ત્રીજા શ્રી સંભવનાથ, ચોથા શ્રી અભિનંદન, પાંચમાં શ્રી સુમતિનાથ, છઠ્ઠા શ્રી પદ્મપ્રભ, સાતમા શ્રી સુપાર્શ્વનાથ, આઠમા શ્રી ચંદ્રપ્રભ, નવમા શ્રી સુવિધિનાથ, દશમા શ્રી શીતલનાથ, અગીયારમાં શ્રી શ્રેયાંસનાથ, બારમા શ્રી વાસુપૂજ્ય, તેરમા શ્રી વિમલનાથ, ચૌદમા શ્રી અનન્તનાથ, પંદરમાં શ્રી ધર્મનાથ, સેળમા શ્રી શાંતિનાથ, સત્તરમા શ્રી કુંથુનાથ, અઢારમા શ્રી અરનાથ, ઓગણીસમા શ્રી મલ્લીનાથ, વીસમા શ્રી મુનિસુવ્રત, એકવીસમા શ્રી નમિનાથ, બાવીસમા શ્રી નેમિનાથ, ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ, ગ્રેવીસમા શ્રી મહાવીરસ્વામી,
વર્તમાન વીસીમાં આ ભરતક્ષેત્રે થઈ ગયેલા આ વિસે પ્રભુને હું ત્રિકાળ કોટી કોટી વંદન કરું છું.
ભાવી ગ્રેવીસીનાં જિનનામ. પહેલા શ્રી પદ્મનાભ, બીજા શ્રી શૂદેવ,
Page #342
--------------------------------------------------------------------------
________________
કાપ
ત્રીજા શ્રી સુપાશ્વ, ચોથા શ્રી સ્વયંપ્રભ, પાંચમાં શ્રી સર્વાનુભૂતિ, છઠા શ્રી દેવસૂત, સાતમા શ્રી ઉદયનાથ, આઠમા શ્રી પેઢાલનાથ, નવમા શ્રી પિટ્ટીલ, દશમા શ્રી શતકીર્તિ, અગીઆરમાં શ્રી સુવ્રતનાથ, બારમા શ્રી અમમનાથ, તેરમા શ્રી નિષ્કષાયનાથ, ચૌદમા શ્રી નિપુલાવ, પંદરમાં શ્રી નિર્મમનાથ, સેલમાં શ્રી ચિત્રગુપ્ત, સત્તરમા શ્રી સમાધિનાથ, અઢારમા શ્રી સંવરનાથ, ઓગણીસમા શ્રીયશોધરનાથ, વીસમા શ્રી વિજયનાથ, એકવીસમા શ્રી મહિલજિન, બાવીસમા શ્રી દેવજિન, ત્રેવીસમા શ્રીઅનંતજિન અને ચોવીસમા શ્રીભદ્રંકરપ્રભુ
આ ભરતક્ષેત્રમાં આગામી ચોવીસીમાં આ ચાવીસ જિનેશ્વર ભગવતે જે થશે તેઓ સવને મારી ત્રિકાળ અનંતી વંદના હેજે.
વીશ વિહરમાન, (૧) શ્રી સીમંધર, (૨) શ્રી યુગમંધર, (૩) શ્રી બાહુ, (૪) શ્રી સુબાહુ, (૫) શ્રી સુજાત, (૬) શ્રી સ્વયંપ્રભ, (૭) શ્રી ઋષભાનન, (૮) શ્રી અનંતવીય, (૯) શ્રી સુરપ્રભ (૧૦) શ્રી વિશાળનાથ, (૧૧) શ્રી વાધર, (૧૨) શ્રી ચંદ્રાનન, (૧૩) શ્રી ચંદ્રબાહુ (૧૪) શ્રી ભુજંગનાથ, (૧૫) શ્રી ઇશ્વરપ્રભુ, (૧૬) શ્રી નેમિપ્રભ, (૧૭) શ્રી વીરસેન, (૧૮) શ્રી મહાભદ્ર, (૧૯) શ્રી દેવયશા, અને (૨૦) શ્રી અજિતવીર્ય,
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૬ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનમાં વિચરતા આ વિશે પ્રભુને હું વારંવાર વંદન કરું છું.
ચાર શાશ્વત જિન નામ. શ્રી રૂષભદેવ, શ્રી ચંદ્રાનન, શ્રી વારિષણ અને શ્રી વર્ધમાન. આ ચારે શાશ્વત નામ જિનેને પણ મારી કેટીકોટી વંદના હેજો,
આ પ્રમાણે આ ભરતક્ષેત્રની ત્રણ ચોવીસી, પચે મહાવિદેહમાં જઘન્યથી ચાલુ વિચરતા, તેમ જ ચાર શાશ્વત એમ એકંદર કુલ ૯૬ જિનેને તથા યાવત્ અનંતકાળના જગદુપકારી સઘળા તીર્થંકર પરમાત્માઓને હું ભાવથી નમસ્કાર કરું છું.
સર્વત્ર શાન્તિ કરનાર બને. આ સર્વ જિનેશ્વર ભગવતે પિતે શાંત હોઈ મને શાંતિ કરનારા થાઓ, સારાયે જગતને શાંતિ કરે. કીર્તન કરાયેલા, પૂજન કરાયેલા, આ તારક ભગવતે જગતના સર્વ શ્રેષ્ઠ સિદ્ધ પુરુષ છે. તેઓ અમને ચિત્તસમાધિ, સમાધિથી ઉત્પન્ન થતે બેથિલાભ-સાચું સક્રિય નિશ્ચયભાવનું-સમ્યગુદર્શન અને તેનાથી નિપજતું ભાવ આરોગ્ય-મોક્ષ આપ નાશ થાઓ. તેમની સ્તવના, પ્રાર્થના, નમસ્કાર વગેરેથી ચિત્તની પ્રસન્નતા ઉત્પન્ન થાય છે અને તેનાથી આત્માના સમ્યગદર્શનાદિ ગુણે પ્રગટ થયા ન હોય તે પ્રગટ થાય
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૧૭
છે, પ્રગટ થયેલા નિળ થાય છે, પરિણામે સમાધિ વગેરે પ્રાપ્ત થાય છે. નમો નમો વોયચાળ-પ્રાણી-માત્રનુ` કલ્યાણુ કરનારા એ વીતરાગ પરમાત્માએને મારા નમસ્કાર હા, નમસ્કાર હા.
સ્થાપના જિનને દના. શાશ્વતા પ્રતિમાજી.
હે આત્મન્ ! હવે તુ' સ્થાપનાજિનને નમસ્કાર કર. આ સ્થાપના જિતા તે એક તા શાશ્વતી પ્રતિમાએ, જે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની હાય છે તથા જઘન્ય સાત હાથની હાય છે, રત્નનાં એ દિવ્ય મનાહર પ્રતિમાએાનાં દર્શનમાત્રથી ભવિજીવાને શાશ્વત સુખા હાથવેંતમાં આવીને ઉભાં રહે છે. ન્યતર નિકાયમાં અમ્રખ્યાત, જાતિષીમાં અસં ખ્યાત, અને તે સિવાય ત્રણે ભુવનમાં પદસા બેતાલીસ ક્રોડ-અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર ને એંશી શાશ્વતાં જિનબિસ્મા છે, તે સર્વને મારી અન ંતી કાટાનુકાટી ત્રિકાલ વદના હાજા.
અશાશ્વત પ્રતિમાજી,
વળી અશાશ્વતાં જિનપ્રતિમાજી તે સને પણ હુ ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર કરુ છુ..
( દુહેા )
આખુ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શત્રુજયસાર, પાંચે તીર્થ ઉત્તમ ઝામ, સિદ્ધિગયા તેને કરું પ્રણામ.૧
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૮
આબુજીમાં શ્રી આદીશ્વરજી, નેમનાથજી, પાર્શ્વનાથજી, પ્રમુખ શ્રી જિનબિઓ ઘણું છે, અનંતા જીવે ત્યાં પણ મુક્તિ પદને પામ્યા છે, તે સર્વને હું નમસ્કાર કરું છું.
અષ્ટાપદજી ઉપર શ્રી આદીશ્વર ભગવાન દશ હજાર મુનિઓ સાથે મુક્તિ વર્યા છે, ભરત મહારાજાએ ત્યાં સેનાનું દહેરું-સિંહ-નિષદ્યા પ્રાસાદ બંધાવીને તેમાં રત્નનાં સ્વસ્વકાય પ્રમાણ વીસે જિનબિમ્બ ભરાવ્યાં છે, શ્રી ગૌતમ
સ્વામિજીએ પિતાની લબ્ધિ વડે અષ્ટાપદજી જઈ એ સર્વ બિમ્બને ચત્તારિ અઠ દસ દેય, વંદિયા જિણવા ચઉવસં; પરમઠનિટ્રિઅઠ, સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ. ઈત્યાદિ સ્તુતિથી વાંદ્યા છે, “જગચિંતામણિ” સૂત્રની રચના કરી ચૈત્યવંદન કર્યા, તિર્યગૂર્જુભક દેવતાને પ્રતિબોધ કર્યો, પંદરસે ત્રણ તાપસને દીક્ષા આપી પારણાં કરાવી કેવળજ્ઞાન પમાડયું, રાવણે વીણાવાદન કરી અપૂર્વ જિનભક્તિના પ્રભાવે શ્રી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું, કાળે કરીને ત્યાં પણ અનંતા છ મુક્તિપદને વર્યા છે, તે સર્વને મારી ત્રિકાળ કોટાનુકેટી વંદના હેજે.
શ્રી ગિરનારજી તીર્થ ઉપર શ્રી નેમિનામ ભગવાને એક હજાર પુરુષ સાથે દીક્ષા લીધી. સંસાર ખરેખર દુખસ્વરૂપ, દુખ ભરપૂર, દુખના જ ફલવાળ, દુઃખની જ પરં પણ પેદા કરનારે, સાચા સુખને વૈરી, હળાહળ વિષ જે ભડભડતી આગ જેવો છે. જેઓ એનો ત્યાગ કરી સંયમ પાળી સંસાર તરી જાય છે તેઓને ધન્ય છે, પ્રભુએ ચારિત્ર
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૧૯
પાળી પંચાવનમે દિવસે કેવળજ્ઞાન મેળવ્યુ', સાતસો વર્ષ સુધી કેવલી પર્યાય પાળી ઘણા જીવાને સ'સાથી તાર્યાં, પાંચસા છત્રીસ મુનિએ સાથે એ જ ગિરિરાજ ઉપર માક્ષમાં ગયા. અહી પણુ અનતા જીવા મુક્તિ વર્યાં છે અને વરશે. તે સર્વને મારી કોટાનુકાટી અન`તી વદના હાજો.
શ્રી સમ્મેતશિખરજી તીથ ઉપર શ્રી અજિતનાથજી પ્રમુખ વીશ તીર્થંકર ભગવન્તા, સત્તાવીશ હજાર ત્રણશે ઓગણપચાસ મુનિએ સાથે માક્ષમાં ગયા છે. શ્રી પાર્શ્વ નાથજી ભગવાનના જ્યાં માટા મહિમા છે, શામળા પાર્શ્વનાથ પ્રભુ જ્યાં બિરાજે છે, અન્ય ભગવંતાની ચરણપાğકાએ પણ જ્યાં જયવંતી છે, અનંતા જીવા જ્યાંથી માક્ષે ગયા છે. અહા તે સને હુ' ભાવથી વાર’વાર વંદન કરુ... છું,
શ્રી શત્રુંજય મહાતીથ ઉપર શ્રી આદ્નીશ્વર ભગવત અનંત લાભ જાણીને પૂર્વ નવાણું વાર સમવસર્યાં હતા, શ્રી પુડરીક પ્રમુખ મહામુનિએ પાંચ ક્રોડ પ્રમુખ ક્રોડા-લાખાહુજારા મુનિએ સાથે અનશન કરીને જેના પ્રભાવે માક્ષમાં ગયા છે, જેના કાંકરે કાંકરે અનન્તા ભાગ્યશાળી માક્ષમાં ગયા છે, જ્યાં નવટુકા, પાંચ પાગેા, હજારો જિનબિ મા, સેકડા ચૈત્યા બિરાજે છે, જેના મૂળમાં પતિતપાવની શ્રી શત્રુ‘જયા નદી વહ્યા કરે છે, જેનાં કદમ્બગિરિ-હસ્તગિરિ આદિ અનેક શિખરા શે।ભી રહ્યાં છે, તે તમામને પણ મારી અનતી અનતી વઢના હાજો.
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૦
આ પાંચ મહાતીર્થો ઉપરાંત તારંગાજી ઉપર શ્રી અજિતનાથ પ્રભુ, ચંપાનગરીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી, પાવાપુરીમાં શ્રી મહાવીરસ્વામી, શંખેશ્વર પાશ્વનાથ, સ્તંભન પાર્શ્વનાથ, જિરાફેલા પાર્શ્વનાથ, અંતરીક્ષ પાર્શ્વનાથ, પંચાસરા પાર્શ્વનાથ, સુલતાના પાર્શ્વનાથ, લેણુ પાર્શ્વનાથ, દર્ભાવતી પાર્શ્વનાથ, નાંદીયા, દીયાણુ, બામણવાડજી આદિ નાની પંચતીર્થી, રાણકપુરજી, મૂછાળા મહાવીર, નાડલાઈ, નાડેલ, વાકાણુજી આદિ મટી પચતીથમાં તથા સકલતીર્થ-જગચિંતામણિ વગેરેમાં સ્તવાયેલા શાશ્વતાઅશાશ્વતા-સઘળાં તીર્થો-ચૈત્ય-જિનબિ સહુને હું અહીં રહ્યો રહ્યો પણ નિત્ય પ્રણામ કરું છું. સહુને મારી કોટી કોટી વંદના હેજે.
દ્રવ્ય-જિનને વંદના. દ્રજિન એટલે રૂષભાદિક ભગવતે કે જેઓ તીર્થ કરપદ અનુભવીને મોક્ષમાં ચાલી ગયા છે, તથા જેઓ હજુ તીર્થકર થયા નથી પરંતુ ભવિષ્યમાં થવાના છે તેવા શ્રેણીક પ્રમુખના છે, તે સર્વને હું તેમના ભાવિના તીર્થ કરત્વની અપેક્ષાએ કોટી કોટી વંદના કરું છું.
ભાવ-જિનને વંદના. હવે સમવસરણને વિષે તીર્થકર નામકર્મના વિપાકને ભોગવી રહેલા ભાવજિનેને હું વાંદું છું. તે વીશ વિહર.
Page #348
--------------------------------------------------------------------------
Page #349
--------------------------------------------------------------------------
________________
॥ श्री शत्रुजय महातीर्थ ॥
Saptast
श्री शत्रुजयतीथाय, विश्व चिन्तामणीयते । तत्रादीश्वरदेवाय, सम्यग भकत्या नमो नमः ॥१॥
PRIMIRMIRMIRENNARRRRY
For
1751
LOROSonNE 614:
41 OFATAFor
Page #350
--------------------------------------------------------------------------
Page #351
--------------------------------------------------------------------------
________________
॥ श्री अष्टापद तीर्थ ॥
निर्वाणं यत्र संजात, मादिनाथस्य मुक्तिदम् । गिरिमष्टापदं वन्दे, सदानन्दप्रदं सताम् ॥१॥
Page #352
--------------------------------------------------------------------------
Page #353
--------------------------------------------------------------------------
________________
党党党党党党党党党党※※※※※※※※※※免费
||
ETHE
1
张张张张张张张张张张张张求求求求求求求求求求※※※※※※※※※※※※※识
विंशतिपदान्यमूनि, सकलसुखोत्कर्षबीजभूतानि । जगदानन्दकराणि, जयन्ति जगदेकशरणानि ॥१॥
说说说的说说张张地说出密密说说
Page #354
--------------------------------------------------------------------------
________________
॥ श्री पावापुरीजी तीर्थ ॥
CORRBZE
HINDISEASOLIDASE
श्री बीरो यत्र निर्वाणं, प्राप्तः पापप्रणाशनः । पावापुरीमहातीर्थ, तं वन्दे भक्तिभावतः ॥१॥
KOUL
Page #355
--------------------------------------------------------------------------
Page #356
--------------------------------------------------------------------------
________________
powdawoooooRAR00000RRRRRRog
॥ श्री सम्मेतशीखरजी तीर्थ ॥
पार्श्वद्याः तीर्थपा विशा, यत्र सिद्धिपदं गताः । सम्मेतशीखरं वन्दे, निर्मलानंददायिनम् ॥१॥
Page #357
--------------------------------------------------------------------------
Page #358
--------------------------------------------------------------------------
________________
230000000000000000000000000000000000
॥ श्री गिरनार (रैवताचल) तीर्थ ॥
33000000000000000000000000000000000:0000000000000000000000000000000
&0000000000000000000000000080:0000000000000000000000000000000
शीलवीरप्रधानाय, ब्रह्मानन्दविधायिने । नमः श्रीनेमिनाथाय, रैवताचलमूर्तये ॥१॥
80 00 00 00 00 00 080 00 00 00 00 00 0208
Page #359
--------------------------------------------------------------------------
Page #360
--------------------------------------------------------------------------
________________
રા
માન ભગવા કેવા સુંદર છે! એક તુજાને આઠ-અર અગણિત ઉદાર લક્ષણાથી ભરેલી સુવર્ણવી પાંચસે ધનુ ષની કાયા વાળા, અપાયાપગમાંતિરાયે કરીને જેમણે પાતાના ઘાતી કમલેશેાને તેા હણી નાખ્યા છે, પરંતુ શરણે આવેલા અનેક ભવિજીવાનાં આ ભવ પરભવ સખધી તમામ કષ્ટા-દુઃખા-સ’તાપા-આપદાએ ટાળનારા છે.
પૂજનાતિશયે કરીને ઇન્દ્રાદિકા વડે શેાકવૃક્ષ આદિ અષ્ટ મહાપ્રાતિહાૉંથી જેઓ નિર'તર પૂજાય છે. પેાતાના કેવલજ્ઞાન અને કેવલદન વડે સારા હૈ જગતના જીવ-અથવાદિ સવ પદાથેીંના સવભાવા સરકાળે કરીને સર્વ ક્ષેત્રે સાક્ષાત્ જાણી રહ્યા છે અને જોઇ રહ્યા છે.
જ્ઞાનાતિશયે કરીને જે
વચનાતિશયે કરીને દેવરચિત સમવસરણમાં મણિમય સિ'હ્રાસન પર બિરાજી ચતુર્મુખે દેશના આપી પાંત્રીસ ગુયુક્ત વાણી પ્રકાશીને જેમણે આ ધમ તીથ સ્થાપ્યું છે, માક્ષમાગ ચલાવ્યેા છે, અનેકાનેક ભવિજીવાને પ્રતિમાધ પમાડયા છે, જેથી ખેાધ પામેલા કંઇ જીવા ક્ષપકશ્રેણી માંડી માક્ષમાં ગયા છે, કંઇ કેવલી, કેઈ ગણુધર, કેઇ મુનિએ થયા છે, કંઇ સાવીએ, કેઇ શ્રાવકા કેઇ શ્રાવિકાઓ-એમ શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના પણ જેમના વરદહસ્તે થઈ છે, કંઠને સમકિત પમાડયા છે અને કેઇને ભદ્રકભાવ પમાડી માર્ગાનુસારી બનાવ્યા છે, વળી તેમના મહાન અસાધારણ
૨૧
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૫૨ પ્રભાવને લીધે તેમની પૂજા, સેવા, ભકિત, વેદના અને સ્તવન કરવાનું અનેક જીવોને મન થાય છે અને એ રીતે તેમની ભક્તિ કરનારા તેમના સરખા પૂજનિક થાય છે. વધારે શું કહીએ! ઘણું જેને સંસારના ફલેશથી જેમણે મૂકાવ્યા છે-અનંતા આત્માઓ જે મોક્ષમાં ગયા છે, જાય છે, અને જશે-એ બધે એમને જ ઉપકાર છે, તે વિદ્યમાન વિચરતા ચેત્રીશ અતિશય સંપન્ન ભાવ તીર્થકર પ્રભુને હું કેટી કોટી વંદના કરું છું.
- આ તારક જિનેશ્વર પરમાત્માઓએ સંસારના પ્રાણી માત્રને શાશ્વત સુખી કરવાની “સવિ જીવ કરું શાસનરસી” આ મહાભાવના સેવીને ઉત્કટ પરમાર્થ વૃત્તિયુક્ત અહંત આદિ પદની આરાધના કરી તીર્થકર નામકર્મ નિકાગ્યું, અહો આ મહાપ્રભુની કેવી અગાધ કરુણું છે, કેવું એમનું વિશ્વ વાત્સલ્ય છે, કે મહાન્ એમને અનુગ્રહ છે, હું એને પાત્ર થાઉં એ જ મારી સ અભિલાષા છે. અહા ! આ ભગવન્ત જ્યાં સાક્ષાત વિચરી રહ્યા છે, ધન્ય છે તે ગામ, નગર અને ભૂમિને, પ્રભુ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં પ્રભુના ચરણકમળ નીચે દેવતાએ સુવર્ણકમળને સંચાર કરે છે, આકાશમાં અદ્ધર ધર્મચક, અશોકવૃક્ષ, સિંહાસન વગેરે ગતિ કરે છે, પ્રભુને દેવતાઓ ચામર વીંજે છે, આકાશમાં દેવતાઓ દુદુભી વગેરે વાત્રે વગાડે છે, જન સુધી ભૂમિ ઉપર સુગંધી જલ છંટકાવ કરે છે, પ્રભુ પધારે છે ત્યાં વિમાનિક આદિ દેવતાઓ રત્ન વગેરેના ગઢવાળું સુંદર
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૩
સમયસણુ રચે છે, સુગધીદાર જલ-સ્થલનાં પચણિ પુષ્પાથી ઘુંટણ સુધી દેવતાઓ વૃષ્ટિ કરે છે, આસપાસ ઉપર નીચે સવાસે ચાજન સુધી ઇતિ-ઉપદ્રવ–મારી- મરકીદુષ્કાળ–અતિવૃષ્ટિ–અનાવૃષ્ટિ-સ્વચક્ર-પરચક્ર વગેરે કશા ભય રહેતા નથી, વૃક્ષેા પણ પ્રભુજીને નમન કરે છે જાતિ વૈરવાળાં પ્રાણીએ પાતાનાં વ૨ાડી દે છે, તિય''ચ-મનુષ્ય દેવતા સહુને પાતપાત્તાની ભાષામાં સમજાય તેવી ચેાજનગામિની વાણીમાં પ્રભુ કેવળ જગના ઉપકાર માટે દિવસમાં અમ્બે વખત અગ્યાનપણે એક એક પ્રહર સુધી દેશનાઓ આપે છે, દ્વાદશાંગીની વાણી કમાવે છે; તરણ તારણ નાકા સમાન આ પ્રભુ મિથ્યાત્વ તથા હિ‘સાદિ પાપરૂપ અધકારીને ટાળવા માટે સૂર્ય સમાન છે, જેમનાં કલ્યાણુ ફ્રાને દિવસે નારકીઓમાં પણ અજવાળાં અને ક્ષણ શાતા વેદનીયના અનુભવ થાય છે, જે સર્વ જીવ હિતકારી અભયદાન વગેરેના દાતા હેાવાથી મહામાહન, મહાગાપ, મહાનિર્યામક અને મહાસાવાહ સ્વરૂપ છે, જેમની સાથે મહાવિદેહમાં હાલ એ ક્રોડ કૈવલી, એ હાર ક્રોડ સાધુ-ગણધર-મનઃપય`વજ્ઞાની, અવધિજ્ઞાની, મતિશ્રતજ્ઞાની આદિ પરિવાર વિચરી રહેલા છે, વળી જે જધન્યથી એક ક્રો-ક્રોડ-ઉત્કૃષ્ટથી અસ્રખ્યાત સુ-અસુર તેમના નાયકા-નરપતિ-શ્રાવક-શ્રવિકા આદિ સહુથી સેવાઈ રહેલા છે, અઢારે દુષ્ણેાથી રહિત તેએ મારું-આ જગત સર્વનુ ભદ્ર કરા-કલ્યાણુ કરી.
Page #363
--------------------------------------------------------------------------
________________
૪
નમા અરિહંતાણું,
આ પ્રમાણે નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ-ચારે નિક્ષેપે રહેલા, માક્ષપુરીના સ`ઘ કાઢનારા સર્વ અહિં ́ત પરમાત્માએને મારા ત્રિકાળ અનત અન ́ત નમસ્કાર છે.
નમા સિદ્ધાણું.
આ અરિહંત પરમાત્માએની આજ્ઞા પાળીને જેઓ માક્ષમાં ગયા છે. જાય છે, અને જશે, તે અનન્તા સવ સિદ્ધ પરમાત્માને મારા ક્રેડ-ક્રાડવાર નમસ્કાર હોજો, અહા ! તેમને મારા ઉપર કેટલા બધા ઉપકાર છે! અનાદિ નિગેાદવાસમાંથી મને અને બીજા પણ અનેક આત્માઓને તેમણે બહાર કાઢયા છે, પાતે શિવપદ પામીને મારા આત્માને પણ જલ્દી શિવપદ પામવાનું તેએ! આમત્રણ આપી રહ્યા છે, ભગવતે બતાવેલા માક્ષમાગની આરાધનાનું આ જ નિશ્ચિત ફલ છે. જુએ જુએ તે કહે છે કે ‘તમે માક્ષ માગ'ની સુદર આરાધના કરી અને અમારી માફક સત્યમૂશિવ-સુંદરમ્ શિવપદ પામી અક્ષય સુખના ભાફ્તા બના, પ્રેરક એવા આ સિદ્ધ પરમાત્માને હું' વારવાર વંદના કરુ છું. પરમાત્માના મેાક્ષમાના સાક્ષાત્ કુલ સ્વરૂપ સિદ્ધ પરમાત્મા
---
છે.
નમા આરિયાણુ,
નમા ઉવજ્ઝાયાણું,
નમે લાએ સવ્વસાહૂ
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૫
તારક શ્રી જિન પરમાત્માના ઉપદેશ અનુસાર આ સ'સારનાં કંચન-કામિની-ઘર-બાર-કુટુંબ-કખીલા-આારંભપરિમત-સ બધનાના ત્યાગ કરીને જેમણે આ મનુષ્યભવનું પરમ ફૂલ સ`સાવદ્યને ત્યાગ કરવારૂપ ચારિત્ર-ગ્રહણ કર્યું છે, અઢાર હજાર શીલાંગથનુ જે ત્રિકરણ શુદ્ધ પાલન કરે છે, પચ મહાવ્રતધારી, સદા સામાયિકમાં રહેલા -મહાવૈરાગ્યવ’ત–નિવદ્ય ભિક્ષા ગ્રહણ કરનારા, શાંત તપસ્વી, પરમગીતા, ક્રિયાનિષ્ઠ, શુદ્ધ ધર્મના સૂત્રાનુસારી ઉપદેશ આપનારા-અધ્યાત્મવત-વિશ્વોપકારિ, શિષ્યાને વિનયાદિ ગુર્ણાનું સંપાદન કરાવનારા, ગુરુકુળવાસી-રત્નત્રયીનું જ એક ચિત્તની આરાધન કરનારા-જિનાજ્ઞાના ધારી-પરિષહ ઉપરોને ક્ષમાભાવથી સહન કરનારા-શાસનપ્રભાવક-ધર્મની ચેત સમા પવિત્ર, શાસનમાં રાજા, મંત્રી અને સુભટ સ્થાને રહેલા, સેવા ગુણથી ભરેલા, મહાસ ́યમશીલ સદ્ગુરુ આ ચાવિસીમાં થયેલા પુ`ડરીક પ્રમુખ ૧૪૫૨ ગણુધર મહારાજ વગેરે શ્રી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-જિનકલ્પી-થવીર કલ્પીયથાલન્દી-પરિહારવિશુદ્ધિ આદિ અનેક ભેદ-પ્રભેદે રહેલા અઢીદ્વીપવર્તી એ સહુને પશુ હુ' વાર'વાર ત્રિકાળ નમસ્કાર કરુ છુ.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ.
આ પાંચ પરમેષ્ઠિ ભગવન્તાનાં સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર અને તપ જે આત્માના સ્વભાવરૂપ છે, જે મુક્તિ મેળવવા માટેના મહાધરૂપ છે, જે ક્ષાયિક ભાવે પ્રગટ
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૨૬
થયેલા આત્માના ગુણે છે, જેને મારે પણ એ રીતે પ્રગટ કરવાના છે, તે સર્વને હું અનંતી વંદના કરું છું.
એસા પચનમુક્કારા, સવ્વપાવપણાસણેા; મ’ગલાણં ચ સન્વેસિં, પદ્મમ' હવઇ મ’ગલ
પાંચપરમેષ્ઠિ તથા ઉપલક્ષણથી સમ્યગ્દર્શનાદિ ગુણા એમ શ્રી નવપદ ભગવતને કરૈલેા આ નમસ્કાર સ–પાપ માત્રના નાશ કરનાર છે, સર્વ મ'ગલામાં એ સહુથી પ્રથમ મંગલ છે. આ નમસ્કાર કરીને હું આજે કૃતાર્થ થયે। છું. સારા ચે ભવભ્રમણને નિવારનાર આ નમસ્કાર ચિંતામણિ અને કલ્પતરૂ વગેરે કરતાં પણ અધિક છે, મને એનું નિર ંતર ધ્યાન હાજો. એ જ મહામગલ છે, એ જ લેકમાં ઉત્તમ છે, એ જ પરમ શરણરૂપ છે.
એ રીતે હૈ આત્મન્ ! તુ— શ્રી અરિહં'તાદિ પદ્માનુ ધ્યાન કર, તત્ત્વથી જોઇએ તેા આત્મા જ અરિહંત સ્વરૂપ છે. સિદ્ધસ્વરૂપ છે, આચાય-ઉપાધ્યાય-સાધુ-સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર અને તપસ્વરૂપ છે. એમ સમજીને હું ચેતન! તું તારા આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતવન કર અને તેને પ્રગટ કરવાના સમ્યગ્ પુરુષાર્થ કર.
• ઇમ નવપદ યાવે, પમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે દેવ નરભવ પાવે; જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દુરિત દૂર થાવે, વિશ્વે જયકાર પાવે.’’ ૧
Page #366
--------------------------------------------------------------------------
________________
કરેક
મારી અભિલાષા. આ વંદના કરીને હું એ જ માગું છું કે હે પ્રભે ! મારા જીવને આપના સર બનાવે, મારી એક જ અભિલાષા છે કે હે ભગવન્ત ! આપની દયાથી મારા પરિણામ આપના જેવા સુંદર-મનહર. સ્વ-સ્વભાવપરિણત બને, કામ-ક્રોધાદિ વિભાવપરિણતિથી હું મૂકાઈ જાઉં, સર્વ સંગરહિત બની સમભાવમાં સ્થિર થાઉ, અપ્રમત્તભાવથી ગુણ શ્રેણી ઉપર આરૂઢ થઈ મારાં ઘાતી કર્મો વગેરેને ક્ષય કરું, આપના જેવું ઉજજવળ કેવલજ્ઞાન-કેવલદર્શન-ક્ષાયિક સમ્યફત્વ–આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવારૂપ ક્ષાયિક ચારિત્ર, અક્ષયઅનન્ત-અવ્યાબાધ સુખ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું, અગુરુ લઘુભાવ-અનન્તવીર્ય પામું, મને બીજી કઈ તૃષ્ણા નથી. કેવલજ્ઞાન વગેરે મારી સત્તામાં જ છે, ક્રોધ-માન-માયાલેમ-રાગ-દ્વેષ-મોહ-આશા-તૃષ્ણા-વર્ણ-ગંધ-રસ-સ્પર્શ– ભુખ-તરસ-ટાઢ-તડકો-વિષય-સુખ-ફલેશ-સંતાપ વગેરે કે દોષ મારી સત્તામાં નથી, તેનાથી હું મુક્ત થાઉં, મારું શુદ્ધ સ્વરૂપ હું પ્રગટ કરું, એ જ હું માગું છું.
આમાને અંતિમ હિતશિક્ષા, વળી હે જીવ! તું વિચાર કર-આ અવસર તને ફરીથી ક્યારે મળશે! ચેત-ચેત-સમાજ-સમજ. શું પ્રમાદ-આળસ કરી રહ્યો છે? જગતમાં તારું કે હિતકારી છે? જે ધર્મ સાધન કરશે તે તરશે, બાકી સહુ સ્વાર્થનું છે. તું તારા
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૨૮
સાચે પુરૂષાર્થ-આત્મકલ્યાણ કરવાને સાધી લે, સહુ જી મિક્ષના સુખ પામે, તેવી ઉદાત્ત ભાવનાપૂર્વક મુક્તિનગરીમાં તું વાસ કર, તારે એ જ કરવા યોગ્ય છે. ફરી ફરી આ અવસર અને આ ઉત્તમ સામગ્રી તને કયારે મળશે? માટે આ ભાવના તારે જ ભાવવી, ચેતનને એ પ્રમાણે ઘડો, એથી તારી સર્વ આપત્તિઓ ટળી જશે અને હે જીવ! સર્વ સંપત્તિઓને તું વરીશ. પ્રમાદરૂપ મહાશત્રુને તું દૂર કર, તને વધારે શું શીખવીએ ! તને પિતાને અને પર જે રીતે શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ-કલ્યાણ-મંગળ-જય-વિજય-મક્ષ -મહદય પ્રાપ્ત થાય તે રીતે તું શ્રી જિન ધર્મના માર્ગે મન-વચન અને કાયાથી વજે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ |
નાના
-મકર
,
Page #368
--------------------------------------------------------------------------
________________
જિનમંદિરમાં શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ વખતે સાચવવાના ૧૦ ત્રિક
આદિની સમજ. વિધિપૂર્વક શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરવો જોઈએ તથા પ્રવેશ કર્યા બાદ ત્રણ પ્રદક્ષિણા ત્રણ પ્રણામ, ત્રણ દિશાએ જેવાને ત્યાગ તથા પગ મૂકવાની અને બેસવાની ભૂમિને ત્રણ વાર પ્રમાજન, ઈત્યાદિ વિધિને જાળવવી જોઈએ. તે વિધિનું ઉલ્લંઘન કરવું તે પણ એક પ્રકારની આશાતના જ છે. તેથી તે આશાતનાને વર્જવાના અર્થો આત્માઓએ શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવાની અને પ્રવેશ કર્યા બાદ દર્શન અને પૂજન આદિ કરવાની સમગ્ર વિધિને સમજી લઈને તેના અમલને પ્રયત્ન કરવો જોઈએ, એ વિધિને શાસ્ત્રોમાં “દશ ત્રિક” અને “પાંચ અભિગમ” આદિ શબ્દથી ઓળખાવેલ છે.
દશ ત્રિકનાં નામ અનુક્રમે નીચે મુજબ છે – ૧-ત્રણ નિસહિ, ઘર, દહેરાસર અને દ્રવ્યપૂજા સંબંધી વ્યાપારના ત્યાગ માટે અનુક્રમે ત્રણ સ્થાને નિસીહ કહે
Page #369
--------------------------------------------------------------------------
________________
ઉકે
વાની છે. પહેલી મુખ્ય દ્વારે પ્રવેશ કરતી વખતે, બીજી મધ્ય દ્વારમાં પ્રવેશતી વખતે અને ત્રીજી ચૈત્યવંદન કરતી વખતે
૨-ત્રણ પ્રદક્ષિણા, ભગવંતના ગભારાની ચારે બાજુ ત્રણ પ્રદક્ષિણાવર્ત પદ્ધતિએ ભ્રમણ કરવું, ત્રણ વાર પરિભ્રમણ કરવું, એ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી રત્નત્રયીની પ્રાપ્તિનું સૂચક છે.
૩-ત્રણ પ્રણામ, શ્રી જિનેશ્વરદેવને જોતાં જ અનુક્રમે (૧) બે હાથ જોડવા, (૨) અડધું અંગ નમાવવું અને (૩) પંચાંગ પ્રણિપાત કરે.
૪-ત્રણ પૂજા, (૧) પુષ્પાદિ વડે અંગપૂજા, (૨) નવે. ઘદિ વડે અગ્રપૂજા અને (૩) તેત્રાદિ વડે ભાવપૂજા.
પ-ત્રણ અવસ્થાઓનું ભાવવું, (૧) પિંડસ્થ–પ્રભુની જન્મ-અવસ્થા, રાજય-અવસ્થા અને શ્રમણ-અવસ્થાને વિચારવી, (૨) પદસ્થ–પ્રભુની કેવળજ્ઞાન પામ્યા બાદની તીર્થંકરઅવસ્થાને ભાવવી અને (૩) રૂપાતીત-પ્રભુની નિર્વાણ પામ્યા બાદની અરૂપી સિદ્ધ-અવસ્થાને ભાવવી.
૬-ત્રણ દિશાએ જોવાનું વર્જવું, પ્રભુની સન્મુખ દિશાને છોડી ઊંચે, નીચે અને તીઠુ અથવા જમણી, ડાબી અને પાછલી દિશાએ જેવાને ત્યાગ કરે.
૭-ત્રણ વાર પદભૂમિનું પ્રમાર્જન કરવું, પગ મૂકવાની અને બેસવાની ભૂમિને વસ્ત્રના છેડા વડે ત્રણ વાર ખંજવી.
૮-ત્રણ આલંબન, (૧) વર્ણાલંબન-ચૈત્યવંદન સૂત્રના અક્ષરનું શુદ્ધ ઉચ્ચારણ અને બેલતી વખતે તેમાં જ
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૧
ઉપયાગ, (૨) અર્થાલ'ખન-ખેલતી વખતે સૂત્રના અર્થમાં જ ઉપયાગ અને (૩) પ્રતિમાદિ આલંબન-જેની આગળ ચૈત્યવંદનાદિ કરવામાં આવે છે, તે પ્રતિમાદિને વિષે જ ષ્ટિ અને ચિત્તની એકાગ્રતા.
-ત્રણ મુદ્રા, (૧) ચેોગમુદ્રા-આંગળીઓને પરસ્પર અંતરિત કરી ક્રમળના ડાડાના આકારે અને હાથને એકત્ર કરવા અને બંને હાથની કાણીઓને પેટ ઉપર સ્થાપન કરવી, (૨) જિનમુદ્રા-કાઉસગ્ગ વિગેરેમાં ઉભા રહેતી વખતે ભૂમિ ઉપર એ પગના આગળના ભાગ ચાર અ'ગુલ અંતરવાળા રહે અને પાછળના ભાગ તેથી કાંઇક ન્યૂન અંતરવાળા રહે તેમ રહેવુ અને (૩) મુક્તાણુક્તિ મુદ્રામુક્તા એટલે માતી અને શુક્તિ એટલે છીપ, માતીની છીપના આકારે અને હાથને સરખી રીતે અને મધ્યમાં ઉન્નત રહે એ રીતે રાખી કપાળે લગાડવા. આ મુદ્રા વડે ‘ જાવ'તિ॰ ' ‘ જાવંત॰ ’અને ‘જય વીયાય' સૂત્ર કહેવામાં આવે છે.
૧૦-ત્રણ પ્રણિધાન, (૧) ચૈત્યવંદન સ્વરૂપ - જાવતિ ચેઇયાઇ′ (૨) મુનિ વંદન સ્વરૂપ ‘જાવંત કવિ ગ્રાહ્' અને (૩) પ્રાથના સ્વરૂપ ‘જય વીયરાય ’—એ ત્રણ સૂત્રાને ‘પ્રણિધાન ત્રિક' કહેવાય છે. આમાં બે સૂત્રેાથી અનુક્રમે ત્રણે લેાકમાં રહેલાં ચૈત્યાને તથા અઢી દ્વીપમાં રહેલા મુનિએને નમસ્કાર થાય છે તથા ત્રીજા સૂત્રથી વીતરાગ પરમાત્મા પાસે ભવનિવેદાદિ આઠ વસ્તુઓની પ્રાથના કરવામાં આવે છે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૩૨
" સર્વત્ર મન વચન અને કાયાની એકાગ્રતા રાખવી, તેને પણ “પ્રધાન ત્રિક' કહેવાય છે.
પાંચ અભિગમના નામ અનુક્રમે નીચે મુજબ છે. “અભિગમ વિધિ” એટલે “શ્રી જિનેશ્વરદેવની સન્મુખ જવાની વિધિ–
૧-સચિત્ત દ્રવ્યને ત્યાગ-શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે પોતાને સૂંઘવાનાં પુ તથા પહેરેલી પુષ્પની માળા વિગેરે સચિત્ત દ્રવ્ય બહાર મૂકીને પ્રવેશ કરે. અચિત્ત વસ્તુઓ પણ પિતાને ખાવા-પીવાની કે સૂઘવાની હેય તે પ્રભુની દષ્ટિ ન પડે તેમ ચાની બહાર મૂકીને અંદર જવું,
૨–અચિત્ત દ્રવ્યને–અત્યાગ, પહેરેલાં અલંકાર, વસ્ત્ર અને રૂપાનાણુ ઈત્યાદિ અચિત્ત દ્રવ્ય ન છોડવાં તે. તેને ઉતારીને જવાથી ધર્મની શોભામાં અભિવૃદ્ધિ થતી નથી તેમ જ અંગ ઉપર ધારણ કરી રાખવાથી ધર્મ અને શાસનની શોભા વધે છે.
૩-મનની એકાગ્રતા-પ્રભુનું બિંબ દષ્ટિએ પડતાંની સાથે જ બીજા વિચારોને ત્યાગ કરી ચિત્ત તેને વિષે જ એકાગ્ર કરવું.
૪-ભૂમિ પ્રમાર્જન માટે, બંને છેડે દશીઓવાળું અને વચ્ચે સાંધા વિનાનું એકશાટી ઉત્તરસંગ અર્થાત્ ખેસ રાખો.
પ-મસ્તકે અંજલિ-શ્રી જિનેશ્વરદેવનાં દર્શન થતાંની સાથે મસ્તકે બે હાથ જોડીને પ્રણામ કરે.
Page #372
--------------------------------------------------------------------------
________________
આ પાંચ અભિગમ સામાન્ય દ્ધિવાળા શ્રાવકો માટે છે. મટી ઋદ્ધિવાળા રાજા વિગેરે શ્રાવકો માટેનાં પાંચ અભિગમ જુદાં છે. દર્શન કરવા આવનાર રાજા હોય તે તેણે પિતાનાં રાજચિહ્નો છોડીને જ મંદિરમાં પ્રવેશ કર. આ રાજચિહ્નો પાંચ પ્રકારનાં છે, તેથી મહદ્ધિક સજા વિગેરે માટેનાં અભિગમ પણ પાંચ પ્રકારનાં છે. (૧) ખડ્યું, (૨) છત્ર, (૩) ઉપનિહ, (૪) મુકુટ અને (૫) ચામર એ પાંચ રાજચિહ્નો ત્યાગ કરીને જ ચૈત્યમાં પ્રવેશ કરે. - ત્રિભુવનના રાજા દેવાધિદેવ શ્રી જિનેન્દ્ર પ્રભુની સન્મુખ જવાનું છે, તેથી તેમની સન્મુખ પિતાનું રાજાપણું બતાવવું તે અત્યંત અનુચિત અને અવિનય સ્વરૂપ છે. તેમની સન્મુખ તે સર્વ કેઈએ પિતાને સેવકભાવ જ દર્શાવવાને હોય છે. કારણ કે-ત્રિલોકનાથ પ્રભુના સેવક બનવું. એ પણ ભાગ્યદયની નિશાની છે.
શ્રી જિનચૈત્યમાં સાચવવા અને આચરવા યોગ્ય બીજા પણ ઘણા વિધાન છે. તે વિધાનું ઉલ્લંઘન કરવું એ પણ એક પ્રકારની આશાતના જ છે.
શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં જઘન્યથી ૧૦ પ્રકારની આશાતના, મધ્યમથી ૪૨ પ્રકારની આશાતનાઓ અને ઉત્કૃષ્ટથી ૮૪ પ્રકારની આશાતનાઓ ટાળવાની હોય છે. તેને ગુરુગમથી સમજી તેને ટાળવા માટે પ્રયત્નશીલ રહેવું તે આરાધક માત્રનું કર્તવ્ય છે.
Page #373
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતદેવના પૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ.
૧ ગુણુબહુમાન, ૨ કૃતજ્ઞતા અને ૩ વિનય. ૧ ગુણુબહુમાન-શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે કે— 'गुणबहुमानिनो हि जीवा बहुमानद्वारीपजातावन्ध्यपुण्यप्रबन्धसामर्थ्यान्नियमादिहामुत्र च शरच्छशधर कर निकरगौरं गुणग्राममवश्यमवाप्नुवन्ति, तद्बहुमानाशयस्य चिन्तारत्नादप्यधिकशक्तिયુટ્યાત્ | '
-
ગુણા પ્રત્યે ખહુમાન ધારણ કરનારા જીવા, એ બહુમાન દ્વારા ઉપાર્જન કરેલ અવન્દેય પુણ્યસમૂહના સામયથી, આલેાક અને પરલેાકમાં શરઋતુના ચ'દ્રકિરણના સમૂહ જેવા ઉજજવળ ગુણુ સમુદાયને અવશ્ય પ્રાપ્ત કરે છે. કારણ કે ગુણુ બહુમાનના આશય-અધ્યવસાય ચિન્તામણિરત્ન કરતાં પણ અધિક શક્તિથી યુક્ત છે. '
શ્રી જિનેશ્વરદેવનુ પૂજન કરનારા શ્રી જિનેશ્વરદેવના વીતરાગતાદિ અન ત ગુણ્ણાનું બહુમાન કરે છે. તેથી એ બહુમાન દ્વારા તે અન'ત પુણ્યને ઉપાર્જન કરે છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૩૫
શ્રી • સિન્દૂરપ્રકર'ના કર્તા શ્રી સામસુદરસૂરીશ્વરજીએ ફરમાવ્યુ છે કે—
यः पुष्पैर्जिनमर्चति स्मितसुरस्त्रीलोचनैः सोऽर्यते, यस्तं वंदत एकशस्त्रिजगता सोऽहर्निशं वन्द्यते । यस्तं स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, यस्तं ध्यायति क्लृप्तकर्मनिधनः स ध्यायते योगिभिः ||१||
‘જે ભવ્યાત્મા પુષ્પા વડે શ્રી જિનને પૂજે છે, તે સ્મિત વદનવાળી દેવાંગનાઓના લાચના વડે પૂજાય છે. જે એક જ વાર શ્રી જિનને ભાવપૂર્વક નમે છે, તે ત્રણે જગત વડે નિર ંતર નમન કરાય છે. જે શુખહુમાનના ભાવથી શ્રી જિનની આ લેાકમાં સ્તુતિ કરે છે, તે પરલેાકમાં ઈન્દ્રોના સમુદાય વડે સ્તુતિ કરાય છે. જે શ્રી જિનેશ્વરદેવનું મનથી ધ્યાન કરે છે, તે સમસ્ત કમ`ના અંત કરનારા બની યાગિ પુરુષા વડે પશુ ધ્યાન કરાય છે.'
ઉપરોક્ત કથનમાં જેઓને અતિશક્તિ લાગતી હોય અગર શ્રદ્ધા ન બેસતી હાય તેઓએ વિચારવું જોઈએ કે શ્રી જિનેશ્વરદેવા અન’તગુણના પુંજ છે. સવ ગુણુના પ્રકને પામેલા છે. અહિ'સા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય, અપરિગ્રહ, ક્ષમા, માવ, આવ, સ ંતાષ, શમ, સ્વેગ, નિવેદ, અનુક'પા, આસ્તિકન્ય, દાન, શીલ, તપ, ભાવ, દશન, જ્ઞાન, ચારિત્ર, ધ્રુવ, સ્થય, ગામ્બીય, દાક્ષિણ્ય, સૌજન્ય અને ઔદાય આદિ સ્વપાપકારક જેટલા ગુણા આ જગતમાં સાંભવિત છે, તે સર્વ ગુણેનું પાલન શ્રી જિનેશ્વરદેવાએ સ્વયં કર્યુ
Page #375
--------------------------------------------------------------------------
________________
છે, અન્ય પાસે કરાવ્યું છે, અને તે ગુણનું નિરંતર પાલન થતું રહે તેવા પ્રકારનું તીર્થ જગતમાં સ્થાપીને અને અવ્યાબાધ પદને વરેલા છે. એમનાથી અધિક ગુણવાન આ જગતમાં બીજા કોઈ છે નહિ. એવા અનંતગુણી શ્રી જિને ધદેવના પૂજનને અધ્યવસાય પણ અનંત ફળને આપનાર છે, તે પછી તે પૂજનની પ્રવૃત્તિ અને પ્રાપ્ત સામગ્રીને પૂજન માટે સદુપયોગ, તેથી પણ અનંત લાભને આપનાર થાય, તેમાં આશ્ચર્ય જ શું? તેમાં શરત માત્ર એટલી જ છે કે તે પૂજન લૌકિક લેભ લાલચથી નહિ પણ ગુણ બહુમાનના આશયથી ગુણ બનવા માટે હેવું જોઈએ.
૨ કૃતજ્ઞતા–બીજા તરફથી આલેક સંબંધી કે પરલોક સંબંધી થોડો પણ ઉપકાર પિતાના ઉપર થયે હોય, તેને ન ભૂલ, તે કૃતજ્ઞતા ગુણ છે. શ્રી જિનેશ્વરદેવ તરફથી જગતના તમામ જીવે ઉપર જે ઉપકાર થયે છે, તે વર્ણનાતીત છે. જગતમાં જન્મ આપનાર માતાપિતાને ઉપકાર, આજીવિકાનું સાધન પૂરું પાડનાર સ્વામીને ઉપકાર અને લૌકિક વિદ્યા શીખવનાર વિદ્યાગુરુને ઉપકાર વિગેરે દુપ્રતિકાર મનાય છે અને તેમાં પણ સદ્ધર્મને પમાડનાર ધર્મગુરુ-સદગુરુને ઉપકાર અત્યંત દુપ્રતિકાર મનાય છે. કોઈ પણ પ્રકારે તે ઉપકારને બદલે વળી શકતા નથી. શ્રી જિનેશ્વરદેવેને ઉપકાર તે તે તમામથી ચઢી જાય તે છે. માતા, પિતા, સ્વામી, કલાગુરુ કે ધર્મગુરુને ઉપકાર તે તેમને આ જન્મમાં કે અન્ય જન્મમાં ધર્મ
Page #376
--------------------------------------------------------------------------
________________
(૩૩૭
પમાડવાને સંગ મળે તે વળી શકે છે. કિન્ત શ્રી જિનેશ્વરદેવના ઉપકારનો બદલો વાળવાને કઈ માર્ગ જ નથી. કારણ કે તેઓ કૃતકૃત્ય થયેલા છે. વલી તેઓને ઉપકાર લૌકિક સર્વ ઉપકાર કરતાં અનંત ગુણો માટે છે સદ્ધર્મ પમાડનાર ધર્મગુરુના ઉપકાર કરતાં પણ તેમને ઉપકાર પ્રધાન છે. શ્રી જિનેશ્વરદેએ કેવલજ્ઞાન પામીને ધર્મતીર્થ ની સ્થાપના ન કરી હોત તે ધર્મગુરુ પણ ઉપકાર કરવા અસમર્થ હતા-એ કારણે શ્રી જિનેશ્વરદે તે ગુરુના પણ ગુરુ છે. ત્રણે જગતમાં અજ્ઞાનરૂપી અંધકારને ટાળનારા છે, આંધળાને આંખ આપનાર ઉપકાર કરતાં પણ તેઓ મેટા ઉપકારી છે. ત્રણ જગતને કૃતરૂપી ચક્ષુનું દાન કરીને તેઓએ અનુપમ ઉપકાર કરે છે. મરતાને જીવન આપનાર કરતાં પણ તેઓ અનંતગુણા ઉપકારી છે કારણ કે મરતાને જીવાડ્યા પછી પણ તેનું ફરીવાર મરવાનું અટકતું નથી. શ્રી જિનેશ્વરદેએ જગતના જીને કદી પણ મરવું ન પડે તે માર્ગ પ્રકા છે. એ માર્ગનું આસેવન કરીને અનંતાનંત આત્માઓ જન્મ, જરા અને મરણની અનંત આપત્તિઓને તરી ગયા છે, તરી રહ્યા છે અને તારી જનારા છે. તેથી એમના સમાન બીજા કોઈ ઉપકારી નથી. ત્રિજગશરણ, ત્રિભુવનબાંધવ, અકારણવત્સલ, અસંકહિપતકલ્પવૃક્ષ, અચિત્યચિન્તારન, કૃપાસિંધુ, સર્વજનહિતચિંતક, આન્તરિકધનદાતાર, મુક્તિ પથપ્રદર્શક, ઘરસંસારરૃપસમુદ્ધરણ, ભવાટવીસાર્થવાહ. ભદધિનિયંક, મહાપ અને મહામાહણાદિ અનંત ઉપમાઓથી અલકૃત શ્રી જિનેશ્વરદેવને ઉપકાર અચિનન્ય છે. એ ઉપકારીના ઉપકાર તળે પ્રાણીમાત્ર દબાયેલ છે. જ્ઞાનરૂપી ધન આપીને ૨૨
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૩૮
જગતની અનાદિકાળની ભાવદ્રિતાને તેમણે ટાળી છે. અનંત કાળથી ભૂલાઈ ગયેલી જીવની અકૃત્રિમ-બૂટઆંતરિક લક્ષ્મી તેમણે દેખાડી છે અને ભવ્ય જીવાને તેનું ભાન કરાવ્યુ છે, તેમણે બતાવેલા માર્ગના આરધનથી જીવને આ દુઃખમય સંસારમાં પણ સુખના અનુભવ થાય છે. એવા અનુપમ ઉપકારીની પૂજા કરનારા આત્મા ઉપકારીના ઉપકારને હૃદયમાં ધારણ કરી કૃતજ્ઞતા ગુણનુ પાલન કરી ધ પ્રાપ્તિને લાયક બને છે.
૩ વિનય
વિનીયતે ાનીયતે વિછીયતે વા લઘુત્રાર ર્મ ચેન સવિનયઃ । ' આઠ પ્રકારના ક્રમ જેનાથી દૂર થાય, નાશ પામે, તે શ્રી જૈનસિદ્ધાન્તાનુસાર વિનય કહેવાય છે. તે વિનય સવ* ગુણેાનુ' મૂળ છે. વિનય રહિત આત્માના ધર્મ કે તપ પણ નિષ્ફળ માન્યા છે. વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન, દર્શનથી ચારિત્ર, ચારિત્રથી મેક્ષ અને માક્ષથી અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે, એ વિનય શાસ્ત્રોમાં પાંચ પ્રકારનેા કહ્યો છે. જ્ઞાનવિનય, દવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઉપચારવિનય ઉપચારવિનય એ પ્રકારના છે. પ્રતિરૂપ ઉપચાર અને અનાશાતનારૂપ ઉપ ચાર. પ્રતિરૂપ ઉપચારના ત્રણ પ્રકાર છે. કાયિક, વાચિક અને માનસિક. અનાશાતના ઉપચારના ચાર પ્રકાર છે. અનાશા તના ( હીલનાના ત્યાગ ), ભક્તિ ( માહ્ય પ્રતિપત્તિ રૂપ), અહુમાન ( આન્તરિક ભાવપ્રતિબન્ધ રૂપ) અને પ્રશસા (સદ્ભૂત ગુણેાના કીત્તનરૂપ)-શ્રી જિનેશ્વરદેવની પૂજામાં એ પાંચ પ્રકારના વિનય સચવાય છે અને એના ફળરૂપે અપૂર્વ જ્ઞાન, અપૂર્વ દન, અપૂર્વ ચારિત્ર અને અપૂર્વ તપ આદિ ગુણ્ણાની પ્રાપ્તિ થાય છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતદેવના દર્શન સબંધી શકા—સમાધાન.
શંકા—દેવદર્શનની ક્રિયા નિષ્ફળ છે? સમાધાન—દેવદનની ક્રિયા નિષ્ફળ છે, એમ કહેવું ખાટુ' છે. દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે અને શુભભાવથી જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષય થાય છે. શકા—દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે, એવા એકાંત નથી. કેટલાકને અશુભભાવ પણ ઉત્પન્ન થાય છે. સમાધાન—અશુભભાવ ઉત્પન્ન થવાનુ કારણ તેમની અજ્ઞા નતા છે, જેઓ સભ્યજ્ઞાનપૂર્ણાંક દેવનું સ્વરૂપ સમજી ઉપચાગ અને વિધિપૂર્ણાંક દેવદર્શન કરે છે, તેને અવશ્ય શુભભાવ ઉત્પન્ન થાય છે. શંકા—આજકાલ વિધિપૂર્વક કેાઈ દર્શન કરતુ' નથી. જેએ દર્શન કરે છે, તેમાંના ઘણા ખરા તે દેવનુ સ્વરૂપ સમજતા નથી અને જેએ થાડુ ઘણું સમજે છે, તે પશુ ઉપયોગ વિના-રૂઢિ માત્રથી જેમ તેમ ક્રિયા કરી આવે છે.
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૪૦
સમાધાન—વિધિપૂર્વક નહિ કરનારા વિધિપૂર્વક કરે, દેવનું સ્વરૂપ નહિ સમજનારા દેવનું સ્વરૂપ સમજે તથા રૂઢિ માત્રથી કરનારા પણ સમજપૂર્વક કરતા થાય, એ માટે ઉપદેશ અને લખાણ દ્વારા સમ્યજ્ઞાનના પ્રચાર કરવાની આવશ્યકતા છે. એ વાત સાચી છે કે સમ્યગ્જ્ઞાન દ્વારા જ્યાં સુધી દેવનું યથાર્થ સ્વરૂપ સમજાય નહિ, ત્યાં સુધી જોઇએ તેવા ભાવ આવે નહિ અને જોઇએ તેવા ભાવ આવે નહિ ત્યાં સુધી ક્રિયાની શુદ્ધિ અને કા ક્ષય થાય નહિ,
શકા—શુદ્ધ ક્રિયા કરનારા પણ ભાવ વિનાના દેખાય છે. રાજ વિધિપૂર્વક ત્રિકાળ દેવદન કરવા છતાં તેમના અંતરના પરિણામ સુધરતા નથી અને દેવદન નહિ કરનાર કરતાં પણ તેમના જીવન વધારે અશુદ્ધ દેખાય છે, તેનુ શું ?
સમાધાન—એમાં કારણ તેમની શુદ્ધ ક્રિયા નથી પણ અજ્ઞાનતા અને લેાભ વિગેરે છે. માયાથી, લાભથી અને અજ્ઞાનથી કરેલી શુદ્ધ ક્રિયા પણ શુભ ભાવતુ કારણુ બનતી નથી. એટલા માટે શાસ્ત્રકારાએ સવ ધમ ક્રિયા નિન્દ 'ભષણે, નિરાશ સભાવે તથા એક મુક્તિની જ કામનાપૂર્વક કરવાનું ફરમાવ્યું છે. પરન્તુ જેએ ભવાભિન'દિતા, કદાગ્રહ કે અજ્ઞાનતા આદિના કારણે શાસ્ર કારાના તે ઉપદેશના અમલ કરતા નથી, તેઓને દેવદનાદિ કરવા છતાં શુભ ભાવની પ્રાપ્તિ ન થાય,
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૪૧
એમાં આશ્ચર્ય નથી. ધર્મક્રિયાનું સર્વોત્તમ ફલ મેળવવા માટે જેટલી આવશ્યકતા ક્રિયાશુદ્ધિની છે, તેટલી જ આવશ્યકતા ભાવશુદ્ધિની પણ છે. કઈ પણ પ્રકારના લૌકિક ફળની આકાંક્ષા વિના કેવા કર્મક્ષયના ઈરાદે જેઓ ધર્મક્રિયા કરે છે, તેઓને શુભ ભાવની પ્રાપ્તિ થયા સિવાય રહેતી નથી અને શુભ ભાવથી નિયમા કર્મને ક્ષય થાય છે અને કર્મક્ષયથી નિયમા સર્વ
કલ્યાણની પ્રાપ્તિ થાય છે. શંક–આજે તેવા શુદ્ધ દયેયથી ક્રિયા કરનારા ક્યાં છે? સમાધાન–નથી એમ કહેવું છેટું છે. પણ પ્રમાણમાં ઘણા થોડા છે. તે પણ સમ્યગૂજ્ઞાનને પ્રચાર કરી શુદ્ધ ધ્યેયથી ક્રિયા કરનારાઓની સંખ્યા વધારી શકાય છે. જેમ જેમ નિર્મળ ભાવથી દેવદર્શનાદિ ધર્મક્રિયા કરનારાઓની સંખ્યા વધતી જશે, તેમ તેમ દેવદર્શનાદિ ધર્મક્રિયાઓને મહિમા દરેકને સ્વાનુભવપ્રતીત થશે. દેવદર્શન-વંદનાદિ ધર્મક્રિયાઓના પ્રભાવને કલ્પવૃક્ષ, ચિન્તામણિ અને બીજા તેવા ઇછિત ફળને આપનાર પદાર્થોની સાથે પણ સરખાવી શકાય તેમ નથી. કહ્યું છે કે– " कल्पद्रमः परो मन्त्रः, पुण्यं चिन्तामणिश्च यः । गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ॥ १ ॥ कल्पद्रुमो महाभागः कल्पनागोचरं फलम् । ददाति न च मन्त्रोऽपि, सर्वदुःखविषापहः ॥२॥
Page #381
--------------------------------------------------------------------------
________________
૨૪૨
न पुण्यमपवर्गीय, न च चिन्तामणिर्यतः । સજ્જ તે નમાર, મિત્રુશ્યોઽમિનીયતે।3।।
હે ભગવન્! જેએ આપના નમસ્કારને શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, મંત્ર, પુણ્ય કે ચિન્તામણિની સાથે સરખાવે છે, તે પડિત નહિ પણ મૂખ છે. (૧)
અચિત્ત્વ શક્તિવાળા કલ્પવૃક્ષ પણ કલ્પનાગાચરમનમાં કલ્પેલા ફૂલને જ આપે છે. મન્ત્ર પશુ સ દુઃખરૂપી વિષને હણનારા થતા નથી. (૨)
પુણ્ય કે ચિન્તામણિ પણુ અપવર્ગને આપનાર થતા નથી, જ્યારે આપને કરેલા નમસ્કાર કલ્પનાતીત ફૂલને આપનારો થાય છે, સવ દુઃખરૂપી વિષને હણનારા થાય તથા અનન્ત સુખના ધામ રૂપ અપવર્ગને દેનારા થાય છે. પછી એ પદાર્થોની સાથે તેને કેમ સરખાવી શકાય ? (૩) શકા—દેવદર્શનાદિથી શાસ્ત્રા કહે છે તેવું ફળ મળતુ હોય તા બધાને તે કેમ મળતુ નથી ? સમાધાન—દેવદર્શનાદિથી શાસ્ત્ર કહે છે તેવુ ફળ મળે છે, એ નિવિવાદ છે. પરંતુ દરેક ક્રિયા તેની વિધિપૂર્ણાંક કરવામાં આવે તા જ યથાથ ક્ષને આપે છે. અવિધિથી, અપૂર્ણ વિધિથી કે વિપરીત વિધિથી કરવામાં આવે તે ફળ ન આપે અથવા અપૂર્ણ કે વિપરીત લને પણ આપે. લેકમાં ખેતીક્રિયાદિ સઘળી ક્રિયાએ
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૪૩
વિધિયુક્ત કરવામાં આવે તેા જ ફલદાયી થાય છે. એથી વિપરીતપણે કરવામાં આવે તેા ફળતી નથી, એ સર્વાં જન પ્રતીત છે. શકા—દેવદર્શનાદિ કરવાની શાસ્ત્રોક્ત વિધિ આજે શુ સુલભ છે ? સમાધાન—અર્થી આત્મા માટે અવશ્ય સુલભ છે. દેવદન, દેવવ`દન, દેવપૂજન ઇત્યાદિ કરવાની શાસ્રાક્તવિધિ પ્રાસગિક આ પુસ્તકમાં તથા વિસ્તારથી દેવવ'ઈન ભાષ્ય. વિગેરેમાં આપવામાં આવી છે. શાસ્ત્રોમાં એ સંબંધી ઘણા વિસ્તાર કરવામાં આવ્યા છે. પરંતુ તેને સમજવા અને અમલમાં મૂકવા માટે જેટલેા પ્રયાસ થવા જોઇએ, તેના શાંશ પણ થતા નથી. જો ગુરુગમ દ્વારા અગર આવા પુસ્તકાદિનાં સાધન દ્વારા તેને યથાર્થ સમજવા અને અમલમાં મૂકવા ચેાગ્ય પ્રયાસ કરવામાં આવે તે ક્રિયા અને ભાવની શુદ્ધિ થયા વિના રહે નહિ એ ઉભયની શુદ્ધિ થાય તેા ફ્લૂના સાક્ષાત્કાર થયા વિના પણ રહે નહિ.
શંકા—દેવદનની શાસ્રાવિધિ શુ' આજે પળાય છે ? સમાધાન—દેવદર્શનની શાસ્રાવિધિ આજે સવ થા નથી
પળાતી એમ નથી. પરંતુ તેમાં ઘણા સુધારાની આવશ્યકતા છે. જો કે શાસ્ત્રકારાએ એવા આગ્રહ રાખ્યા નથી કે દરેક ભૂમિકાવાળા જીવા શાસ્ત્રોક્તવિધિ મુજબ
Page #383
--------------------------------------------------------------------------
________________
(૩૪૪
પરિપૂર્ણ વર્તન કરી શકે. અથવા શાક્તવિધિ મુજબ સંપૂર્ણ વર્તન કરી શકે તેઓ જ દેવદર્શનાદિ કરવાના અધિકારી છે. શાસ્ત્રકારોએ તે માત્ર એ વાત ઉપર ખાસ ભાર મૂક્યો છે કે જેઓ વિધિપૂર્વક અનુષ્ઠાન નથી કરી શકતા, તેઓએ પણ પ્રયત્ન તે વિધિપૂર્વક અનુષ્ઠાન કરવાને કરે જોઈએ કિન્તુ પોતાના અવિધિવાળા અનુષ્ઠાનને જ વિધિયુક્ત અનુષ્ઠાન માનવા કે
મનાવવાનો આગ્રહ સેવ જોઈએ નહિ. શકા–તમે કહે છે તેવી રીતે વર્તનારા આજે કેટલા છે? સમાધાન-કેટલા છે અને કેટલા નથી. એની ચર્ચા કરવા
કરતાં “આપણે કેવા થવું જોઈએ?” એની ચર્ચા, એ જ અત્યંત લાભદાયક છે. જેઓના હૈયામાં વિધિને રાગ અને અવિધિને પશ્ચાત્તાપ બેઠે છે. તેઓની અવિધિવાળી ક્રિયા પણ શાએ નિન્દી નથી, કિન્તુ પ્રશંસી છે. અવિધિએ કરવા કરતાં ન કરવું, એ સૂત્ર વિરુદ્ધ વચન છે. જ્યારે વિધિથી કરવા માટે અવિધિ થઈ જાય, તે પણ અનુષ્ઠાનને ન છોડવું, એ સૂવાનુ
સારી કથન છે. શકા–અવિધિવાળાં અનુષ્ઠાન નભાવી લેવાની વૃત્તિથી જ | દિનપ્રતિદિન વિધિમાગને લેપ થતું જાય છે, એમ
નથી લાગતું? સમાધાન–એ એકાન્ત શાસ્ત્રકારોને માન્ય નથી. આદિ
ધામિકની અશુદ્ધ પ્રવૃત્તિ પણ શુદ્ધ પ્રવૃત્તિને હેતુ
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૪૫ છે. તેથી નિગમ નયના મતે આદિધાર્મિકની અસપ્રવૃત્તિ પણ સપ્રવૃત્તિ જ ગણાય છે. કારણ કે તે સત્રવૃત્તિની બાધક નહિ પણ સાધક જ હોય છે. શરત એટલી જ છે કે તેનું હૃદય તાવનું વિરોધક નહિ હોવું
જોઈએ, કિન્તુ અવિરેધક હેવું જોઈએ. શંકા-તત્વનું અવિરેાધક હદય કોને કહેવાય? સમાધાન-શાસ્ત્રોમાં એવા હૃદયવાળાને અપુનબંધક આદિ
શબ્દોથી સંબોધ્યા છે. અપુનબંધક આત્મા તેને કહે. વાય છે કે જે અતિતીવ્રભાવે પાપને કરતે નથી, જેને ભવને રાગ-બહુમાન હોતું નથી અને જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિને આચરનારે હોય છે. એવા માર્ગોનુનુસારી આત્માની અનાગવાળી અને અવિધિવાળી ધર્મક્રિયા પણ “સદન્શન્યાય”થી માર્ગમાં લઈ જનારી છે અપુનબંધક આત્માની પ્રવૃત્તિનું વર્ણન કરતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે
“તે અકલ્યાણમિત્રના યાગનો ત્યાગ કરનારે હોય છે. કલ્યાણમિત્રના ચંપકને સાધનારે હોય છે. માતાપિતાદિ ગુરુજનનું સન્માન કરનાર હોય છે. તેમની આજ્ઞાને પરતંત્ર રહેનારો હોય છે. દાનાદિ કાર્યોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરનારો હોય છે. વિધિપૂર્વક ધર્મશાસ્ત્રને સાંભળનારે હોય છે. મહાપ્રયત્નપૂર્વક તેને વિચાર કરનારે હોય છે. શક્તિને
૧-પ્રજ્ઞાવાન દેખતાની પાછળ આંધળાએ ચાલવું, તે “સદ ન્યાય' કહેવાય છે.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૪૬
વિચાર કરી તદનુસાર પ્રવૃત્તિ કરનારી હોય છે. ધૈયનું અવલખન કરનારા હોય છે. આગામી કાલના વિચાર કરનાશ હાય છે. મૃત્યુને જોનારા હાય છે. પરલેાકના સાધનને પ્રધાન માનનારા હોય છે. ભગવાનની પ્રતિમાઓને પૂજનારા હાય છે. ભગવાનના વચનને લખાવે છે તથા ભગવાનના મગળ નામનેા નિરન્તર જાપ કરે છે. અરિહ'તાદિ ચારને શ્રેષ્ઠ, મંગળ અને શરણભૂત માનીને નિરંતર પાપની નિદા તથા સુકૃતની અનુમાદના કરનારા હોય છે તથા ઉત્તમ પુરુષ ના દૃષ્ટાંતે ચાલનારા હોય છે. એવા પ્રકારના માર્ગોનુ સારી અપુનઃધક આત્માની સઘળી ધર્મ પ્રવૃત્તિ આદિથી આરભીને જ સત્પ્રવૃત્તિ ગણાય છે. કારણ કે તેનું હૃદય તત્ત્વથી પ્રતિકૂળ હે!તું નથી. અનાભાગાદિ કારણે તેની પ્રવૃત્તિ વિરુદ્ધ થઇ જાય તા પણ હૃદય અવિરુદ્ધ હોવાથી તે વિરુદ્ધ પ્રવૃત્તિ પણ મહાકલ્યાણને બાધક થતી નથી અન્ય દર્શનકારાએ એવા આત્માની અનાભાગ અને અવિધિવાની પ્રવૃત્તિને પણ ‘સુસમડિત પ્રખાધદર્શન’` અને ‘સુપ્તસમુદ્રતી દર્શન’૨ ઇત્યાદિ
1-સુતેલા માણસને ક્રા આભૂષાદિ વડે અલંકૃત કરે અને પછી તે જાગ્રત થાય ત્યારે પાતાને અલંકૃત થયેલા જોઇને આનંદ અનુભવે છે. તેની જેમ અનાભાગથી પણ વિચિત્ર ગુણા વડે પેાતાને અલંકૃત થયેલા જોઇને સમ્યગ્દર્શનાદિ લાભના કાળે આનંદ અનુભવે છે.
-નિદ્રામાં સૂતેલા ક્રાઇ માસ સમુદ્ર તરી ગયા પછી જાગ્રત થાય ત્યારે જેટલા વિસ્મય પામે તેટલે વિસ્મય સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ ષખતે પૂર્વે કરેલી ધર્મક્રિયાઓને જાણીને સમ્યગ્દષ્ટિને થાય છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૪૭
ઉત્તમ ઉપમાએ આપીને વખાણી છે. પ્રકૃતિના અધિકાર નિવૃત્ત થયા વિના એવી સ્થિતિ આવતી નથી. એમ કપિલ મતવાલા કહે છે. ભવવિપાક પ્રાપ્ત થયા વિના એ દશા આવતી નથી, એમ સુગત-મુદ્દે મતવાળા કહે છે. ક્રમ સ્થિતિ લઘુ થયા વિના અથવા ભવસ્થિતિને પરિપાક થયા વિના એ દશા પ્રાપ્ત થતી નથી, એમ શ્રી જિનમતના જ્ઞાતાઓ કહે છે. એવા પુનબન્ધક આત્માએ જ તત્ત્વથી ધર્મના અધિકારી છે અને તેના પ્રત્યે કરેલા ઉપદેશ જ પ્રાયઃ સલ થાય છે, એમ શાકારા ક્રમાવે છે. શકા—જેઓએ અપુનમન્ધક અવસ્થા પ્રાપ્ત ન કરી હોય, તેએાએ ધમ ન કરવા જોઇએ ?
સમાધાન—તેઓએ ધમ ન કરવા જોઈએ એમ ન કહે. વાય. પરંતુ સાથે સાથે અપુનમન્ધક અવસ્થાને ઉચિત જે આચરણ ઉપર જણાવી ગયા, તેને જીવનમાં ઉતારવા તત્પર મનવું જોઇએ.
શકા—જેઆ અપુનબન્ધક દશામાં જણાવેલા ગુણ્ણા લાવવા પ્રયાસ ન કરે, તેએનું ધર્માચરણ નિષ્ફળ ગયું ગણાય કે નહિ ? સમાધાન—શાસ્ત્રોમાં બે પ્રકારનાં ધર્માચરણ ગણાવ્યાં છે. એક શીઘ્ર ફળવાવાળાં અને બીજા લાંખા કાળે ફળવાવાળાં. અપુન ધક આત્માનું ધર્માચરણ શીઘ્ર ફળદાયી થાય છે અને એ સિવાયના આત્માનું ધર્માચરણ ઘણા લાંબા કાળે ફળદાયી થાય છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૪.
શકા—અપુન મન્ધક આત્માઓ પણ એક સરખા ફળના ભેાક્તા થાય છે કે વધતા ઓછા ?
સમાધાન—-ફળની પ્રાપ્તિના આધાર ભાવનાની તીવ્રતા ઉપર છે.
કહ્યું છે કે—
"
" तीव्र संवेगानामासन्नः मृदुमध्याधिमात्रत्वात् ततोऽपि विशेषः । " તીવ્ર વેગવાળા આત્માઆને સમાધિની પ્રાપ્તિ આસન્ન શીઘ્ર થાય છે. તીવ્રસ વેગના પણ અનેક પ્રકાર પડી જાય છે. જઘન્ય તીવ્રવેગ, મધ્યમ તીત્રસ વેગ અને ઉત્કૃષ્ટ તીવ્રસ`વેગ. એનાથી ફૂલની પ્રાપ્તિમાં પણ વિશેષતા પ્રાપ્ત થાય છે, અર્થાત્ શીઘ્ર, શીઘ્રતર અને શીઘ્રતમ ફૂલની પ્રાપ્તિ થાય છે.
શકા—તીવ્ર સ`વેગ કાને કહેવાય ?
સમાધાન—ભવ પ્રત્યે અત્યંત વિરાગનું નામ તીવ્ર સવેગ છે. જેને ભવ પ્રત્યે નિવેદ નથી, તે માક્ષ માટે પ્રયત્ન કરતા નથી. ભવ પ્રત્યે રાગ હાવાથી તેના પ્રયત્ન અપ્રયત્ન-નિર્જીવ ક્રિયા તુલ્ય હોય છે. એ કારણે દેવદર્શનાદિ ધર્માનુષ્ઠાનનુ શીઘ્રફળ મેળવવા માટે ભનિવ ની પરમ આવશ્યકતા છે.
રા કામવનિવેદ વિના પણ દેવદર્શનાદિ ક્રિયા થાય છે, તેનુ શું?
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૪૯
સમાધાન—ભનિવેદ વિના થતી દેવદર્શનાદિ ક્રિયા, એ જ અશુદ્ધિનું મૂળ છે. ક્રિયામાં શુદ્ધિ લાવતાં અટકા વનાર પણ તે જ છે, ભવનિવેદ વિનાના આત્માની ધમ ક્રિયા માટે ભાગે વિષ, ગરલ કે સમુચ્છિમ ક્રિયા હાય છે. કારણ કે તે ક્રિયા કરનારા ભવરાગથી અ'ધાયેલા હાય છે. એટલે ક્રિયા કરતી વખતે તેમના સ'કલ્પ આલેાક કે પરલેાકના પૌદ્ગલિક સુખાની કામના આદિ માટે હાય છે. અશુદ્ધ સંકલ્પથી થતી શુદ્ધ ક્રિયા પણ અણુ ખની જાય છે. કારણ કે ક અન્ય આયાનુરૂપ માનેલે છે. જેના આશય અશુદ્ધ છે તેની શુદ્ધ ક્રિયા પણ અશુદ્ધ માનેલી છે અને જેના આશય શુદ્ધ છે તેની ક્વચિત્ અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ માનેલી છે. શંકા—અશુદ્ધ આશયવાળાની શુદ્ધ ક્રિયા પણ નિષ્ફળ છે, તા આજે ઉપદેશમાં ક્રિયા કરવા માટે જેટલા ભાર દેવામાં આવે છે, તેટલેા ભાર આશયની શુદ્ધિ ઉપર કેમ દેવાતા નથી?
સમાધાન—શ્રી જિનમતના જ્ઞાતા સમય ઉપદેશકા શ્રોતાની યાગ્યતા અનુસાર જેમ ક્રિયા કરવા માટે ભારપૂર્વક કહે છે, તેમ આશયશુદ્ધિ ઉપર પણ તેટલા જ ભાર
૧ શુદ્ધ આશયવાળાની ક્રિયા અશુદ્ધ હૈતી નથી. પરંતુ સ્વચિત્ સહસાત્કાર અને અનાભાગ આદિ કારણેાએ અશુદ્ધ ક્રિયા થઇ જાય, તે। પણ તેથી અશુલ બન્ધ થતા નથી પણ શુભ બન્ય જ થાય છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૫૦
મૂકે છે. પરંતુ આશયશુદ્ધિના ઉપદેશની અસર પ્રમા શુમાં જેટલી થવી જોઈએ તેટલી થતી નથી તે જ્યારે થવા માંડે છે ત્યારે દેવદર્શનાદિ ધમ ક્રિયાએ કેટલી પ્રભાવશાલી છે, તેના અનુભવ સૌ ફ્રાઈને સ્વયમેવ પ્રતીતિગેાચર થાય છે.
શકા—આશયશુદ્ધિ એટલે શુ?
સમાધાન—આશય એટલે ચિત્તના અભિપ્રાય, પ્રત્યેક ક્રિયાની પાછળ તેના કરનારના કાઈ પણું આશયઅભિપ્રાય હાય જ છે. આશય કે અભિપ્રાય વિનાની ક્રિયાને શાસ્ત્રે સ`સૂચ્છિમ-મન વિનાના પ્રાણીઓની ક્રિયા સાથે સરખાવી છે, તેનુ' જેમ સારું ફળ નથી તેમ નરસું ફળ પણ નથી. તેવી ક્રિયા કરનારના અનુ ષ્ઠાનને શાસ્ત્રકારીએ અનનુષ્ઠાન-અનુષ્ઠાન નથી એમ કહ્યું છે. આલાક પરલેાકમાં લબ્ધિ કીર્ત્તિ માદિ તથા દિવ્ય ભાગસુખાદિ મેળવવાની કામનાથી જે ક્રિયા થાય છે તેમાં આશય અતિ તુચ્છ અને મલિન હેાવાથી તે સક્રિયા અનતી નથી. એવા મલિન આશયવાળાની ક્રિયા કેવળ નિષ્ફળ જ નથી કિન્તુ વિપરીત ક્લને આપનારી પણ થાય છે. કારણ કે તેમાં કલ્પતરુ, ચિ'તામણિ અને કામધેનુથી પણ અધિક મહિમાવાળા ધર્મને અતિ તુચ્છ કીર્ત્તિ આદિ માત્રના હેતુ તરીકે કલ્પવામાં આવે છે. એ કલ્પના મહાન એવા ધર્મમાં અપપણાના આધ કરાવનાર હોવાથી અસત્ય અને
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૫૧
ભ્રાન્ત છે. એટલુ જ નહિ પરંતુ ધર્મ પ્રત્યે લઘુતાઅનાદરભાવ ઉત્પન્ન કરાવી અતિ તીવ્ર અશુભ કમના મધના હેતુ થાય છે. ૧
શકા—દેવદર્શનાદિ ધમ' ક્રિયા કયા આશયથી કરવી જોઇએ ? સમાધાન—દેવદર્શનાદિ ધમ ક્રિયા કરવાના પ્રધાન આશય અતઃકરણની શુદ્ધિ કરવાના છે. અંતઃકરણની શુદ્ધિથી કમ ક્ષય થાય છે અને ક્રમ ક્ષયથી સકલ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. લૌકિક લની કામના અંતઃકરણના શુભ પરિણામના નાશ કરે છે, શુભ પરિણામના નાશથી ક્રમ ના અધ થાય છે અને ક્રમ બન્ધથી સર્વ અકલ્યાણુની પ્રાપ્તિ થાય છે. એ કારણે શ્રી જિનમતમાં સઘળી ધમ ક્રિયાના આશય-પ્રધાન હેતુ અંતઃકરણના શુભ પરિ ણામની વૃદ્ધિ અને અશુભ પરિણામના નાશ કરવાને છે અને એ જ એક આશયે સઘળી ધમ ક્રિયા કરવાની છે. શંકા—દેવદર્શનથી શુભ પરિણામની વૃદ્ધિ કેવી રીતે થાય ? સમાધાન—શ્રી જિનમતમાં દેવ તરીકે અષ્ટાદશદેોષરહિત,
૧-કીત્તિ આદિની સ્પૃહાથી ધમ કરવા એ કેવળ અશુભ માટે જ છે, તે પણ ધર્મ માટે–ધમાં જોડવા માટે ધમ કરનારની કીર્ત્તિ, પ્રશસા, દાન, સમ્માન, સ્તુતિ અને ભક્તિ આદિ કરવાં એ અશુભ માટે નથી, એ યાદ રાખવુ જોઇએ. પૌલિક લાભ માટે ધમ કરવાના નથી તે પણ ધમ કરવાથી પૌદ્ગલિક લાભ પણ્ મળે છે. એમ કહેવામાં લેશ પણુ દોષ કે ભ્રાન્તિ નથી. કારણ કે એથી ધમ ની લઘુતા થતી નથી. કિન્તુ એક પ્રકારે મહત્તા જ પ્રતિતિ થાય છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૫૨
પરમગુણ પ્રકર્ષવાન, અચિત્યશક્તિયુક્ત, પરાર્થરસિક,
લોકનાયક શ્રી જિનેશ્વરદેવ છે. તેમની મૂર્તિનાં દર્શનાદિ કરવાથી નેત્રની સફલતા, ચિત્તની પ્રસન્નતા, અંતઃકરણની તુષ્ટિ અને શુભ ભાવની વૃદ્ધિ આદિ અવશ્ય થાય છે. શુભ ભાવની વૃદ્ધિથી કર્મક્ષય અને કર્મક્ષયથી
સર્વકલ્યાણની પ્રાપ્તિ થાય છે. શંક–મૂત્તિનાં દર્શનથી દેવનાં દર્શન કર્યા જેટલો સંતેષ
માન, એ શું ઘટિત છે? સમાધાન-શ્રી જિનમતમાં દેવની ભક્તિ કરવા માટે દેવની
મૂર્તિનું જ આલંબન પ્રધાનપણે લેવાનું ફરમાવ્યું છે. દેવમૂર્તિના આલંબન વિના દેવની ભક્તિ કરવાનું કાર્ય સર્વક્ષેત્ર અને સર્વ કાળમાં અશક્યવત્ બને છે. જેઓ દેવની મૂત્તિને માનતા નથી, તેઓ દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં દેવની ભક્તિ કરવા
માટે અસમર્થ બને છે. શકા–દેવની વિદ્યમાનતા સિવાયના ક્ષેત્રમાં અને કાળમાં
દેવનું નામ લેવાથી કે દેવની આજ્ઞા પાલવાથી શું દેવની
ભક્તિ થઈ શકતી નથી ? સમાધાન–થઈ શકે છે. તે પણ દર્શન, વંદન, અર્ચન, પૂજન
અને ધ્યાનાદિ વડે ભક્તિ કરવા માટે મૂત્તિની પરમ આવશ્યકતા છે. તે કાર્યો મૂત્તિ સિવાય બની શક્તાં નથી જેઓ મૂર્તિ માનવાને નિષેધ કરે છે, તેઓ દેવનાં દર્શન, વંદન, અર્ચન, પૂજન અને ધ્યાનાદિ દ્વારા થતાં
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૫૩ કર્મનિર્જ અને પુણ્યબંધને નિષેધ કરી ઘેર અંત. રાય કમને ઉપાર્જન કરનારા થાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે – “fજળપૂણાવિશ્વ હિંન્નારૂપાળો ના વિઘ” “શ્રી જિનપૂજામાં અંતરાય કરનાર તથા હિંસાદિ કાર્યોમાં તત્પર રહેનારે અંતરાય કમને ઉપાર્જન
કરે છે.” શકા–દેવદર્શનાદિમાં સમય ગાળવા કરતાં જ્ઞાન, ધ્યાન,
સ્વાધ્યાય કે સામાયિકાદિમાં સમય ગાળવાથી વિશેષ
લાભ થાય કે નહિ? સમાધાન–શ્રી જિનમતમાં દરેક વસ્તુ તિપિતાના સ્થાનમાં
એક સરખી પ્રધાનતા અને ઉપયોગિતા ધરાવે છે. જ્ઞાનાધ્યયનથી નિરપેક્ષ સામાયિક અને સામાયિકથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન જેમ નિષ્ફળ છે, તેમ દેવદર્શનથી નિરપેક્ષ જ્ઞાનાધ્યયન કે સામાયિક પણ નિષ્ફળ છે. જે જ્ઞાન ભણવા છતાં સામાયિકને ભાવ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન જેમ સફળ નથી, તેમ જે જ્ઞાન ભણવા છતાં દેવભક્તિનો ભાવ પણ ઉત્પન્ન ન થાય, તે જ્ઞાન પણ નિષ્ફળ જ છે. અથવા જેમ જ્ઞાન રહિત સામાયિક કિંમત વિનાનું છે, તેમ દેવભક્તિ રહિત જ્ઞાન કે સામાયિક પણ કિંમત વિનાના છે. અથવા શ્રી જિનમતમાં જેમ સમ્યગદર્શનમાં જ્ઞાન અને ચારિત્ર, સમ્યજ્ઞાનમાં દર્શન અને ચારિત્ર તથા સમ્યફ ચારિત્રમાં જ્ઞાન અને દર્શન મળેલાં છે, તેમ જ્ઞાનાધ્યયનમાં દેવદર્શન અને સામાયિક, સામાયિકમાં જ્ઞાનાધ્યયન અને દેવદર્શન
Page #393
--------------------------------------------------------------------------
________________
તથા દેવદર્શનમાં જ્ઞાનાધ્યયન અને સામાયિક માનેલાં છે. એકને સ્વીકારીને બીજાને નિષેધ કરનારો એકને પણ શુદ્ધ રીતિએ સ્વીકારી શકતા નથી. એકલા જ્ઞાનાધ્યયન કે એકલા સામાયિકને પકડી દેવદર્શનને છેડી દેના સમ્યજ્ઞાની કે યથાર્થ ચારિત્રી બની શકતા નથી. જ્ઞાન જેમ અજ્ઞાનથી થનારા આશ્રવને રોકનાર છે અને ચારિત્ર જેમ અવિરતિથી થતા આશ્રવને અટકાવે છે, તેમ દેવભક્તિ પણ મિથ્યાત્વથી આવતા ઘેર આશ્રવને અટકાવનારી છે. શ્રી જિનમતમાં અજ્ઞાન અને અવિરતિથી જેમ કર્મનો આશ્રવ અને બંધ માને છે, તેમ મિથ્યાત્વથી પણ કર્મને આશ્રવ અને બંધ માને છે. મિથ્યાત્વના આશ્રવને અટકાવવાનું અને બંધને બંધ કરવાનું કાર્ય એકલા જ્ઞાન કે ચારિ ત્રથી થતું નથી. કિન્તુ તે માટે દેવભક્તિની પણ પરમ આવશ્યકતા છે. “દેવદર્શન” એ દેવભક્તિનું પરમ પ્રધાન અંગ છે. એ વિના દેવને નમન-વંદન-અર્ચન-પૂજનદયાનાદિ કાંઈ પણ થઈ શકતું નથી એ કારણે દીર્ઘદશ જ્ઞાની મહર્ષિઓએ આબાલવૃદ્ધ સર્વને ઉપકારક દેવદર્શનની પવિત્ર ક્રિયા નિરન્તર કરવા માટે અત્યંત ભારપૂર્વક ઉપદેશ આપ્યો છે. જેનાથી બીજું કાંઈપણ ન બની શકતું હોય, તે પણ શ્રદ્ધાપૂર્વક નિરન્તર દેવદર્શનની ક્રિયામાં ફક્ત રહે અને તેને ન છેડે તે તેને ઉદ્ધાર પણ કાલકમ શક્ય છે. મિથ્યાત્વરૂપી જલથી અને કુમાર-દુરાગ્રહરૂપી જલજંતુઓથી ભરેલા
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૫
6
આ ભવસાગરને તરી જવા માટે તે પશુ એક લકપાટીયુ' છે. અપૂજ્યની પૂજા અને પૂજ્યની અપૂજા કરીને જીવે આ સ'સારમાં જે કમ સંચય કર્યો છે, તેનું પ્રક્ષા લન કરવાને માટે દેવદર્શન' અને ‘દેવપૂજન’ સમાન ખીજુ કાઈ જલ નથી. મિથ્યાત્વ એ પરમ રાગ છે, પરમ અધકાર છે, પરમ શત્રુ છે અને પરમ વિષ છે. દેવદન અને દેવપૂજા એ મિથ્યાત્વરાગના પ્રતિકાર કરવા માટે પરમ ઔષધ છે. મિથ્યા અધકારનું નિવારણ કરવા માટે પરમ દીપકે છે. મિથ્યાશત્રુના ઉચ્છેદ કરવા માટે પમ શસ્ત્ર છે અને મિથ્યાત્વવિષના નાશ કરવા માટે પરમ અમૃત છે. મિથ્યાત્વ રાગથી મુક્ત થવા માટે, મિથ્યાત્વ અધકારને ટાળવા માટે, મિથ્યાત્વ શત્રુના ઉચ્છેદ કરવા માટે અને મિથ્યાવ વિષના નાશ કરવા માટે દેવદર્શનરૂપી ઔષધ, દીપક, શસ્ત્ર અને અમૃતના ઉપયાગ કર્યા સિવાય આજ સુધી કાઈને ચાલ્યું નથી, વત માનમાં ચાલતું નથી અને ભવિષ્યમાં ચાલવાનુ' નથી, એ સત્યને સૌ કાઇએ સત્વર સમજી લેવું જોઇએ અને આત્માદ્ધાર માટે દેવદનાદિ ધમ ક્રિયામાં અધિકાધિક રક્ત બનવું જોઈએ.
Page #395
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતદેવની પૂજા સંબંધી
શંકા-સમાધાન. પ્રશ્ન-શ્રી જિનપૂજામાં જલ-વનસ્પતિ આદિ ષડૂજીવનિકા
યને વધુ થાય છે, માટે પૂજા કરવા ગ્ય નથી. સમાધાન–શ્રી જિનપૂજામાં જલ અને વનર પતિ આદિના
જીવોને વધુ પણ ગૃહસ્થાને કૂવાના દષ્ટાંતથી ગુણકારક માન્યો છે, જેમ કૂવો ખોદવામાં દવાના શ્રમ કરતાં જલની પ્રાપ્તિથી થનારું સુખ અધિક છે, તેમ ગૃહસ્થાને શ્રી જિનપૂજામાં શુભ અથવસાય હોવાથી લાભ અધિક છે, એટલું જ નહિ પણ શ્રી જિનપૂજાની પ્રવૃત્તિથી અન્યત્ર સંસારના પ્રજનમાં થતા કૃષિ આદિકના અધિક આરંભથી નિવૃત્ત થવાય છે, એમ ઉભય
રીતે શ્રી જિનપૂજા ગુણકારક છે. પ્રશ્ન-શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી તેમને કાંઈ લાભ
થતો નથી, માટે તેમની પૂજામાં દ્રવ્યયાદિ કરવો, તે નિષ્ણ જન છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૫૭
સમાધાન-શ્રી જિનપૂજાથી શ્રી જિનેશ્વરદેવને ઉપકાર
થતું નથી. તો પણ પૂજા કરનારને મન્નાદિના દષ્ટાંતથી ઉપકાર અવશ્ય થાય છે. જેમ મંત્રનું સ્મરણ કરવાથી મન્વને અગ્નિનું આસેવન કરવાથી અગ્નિને કે વિદ્યાને અભ્યાસ કરવાથી વિદ્યાને કાંઈ ઉપકાર થતું નથી, તે પણ સ્મરણ, સેવન અને અભ્યાસ કરનારને વિષ ઉતરવા રૂપ, શીત દૂર થવા રૂ૫ અને વિદ્યા સિદ્ધ થવા રૂપ ઉપકાર અવશ્ય થાય છે. તેમ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી તેમને કઈ પણ પ્રકારનો ઉપકાર થતું નથી તે પણ પૂજકને શુભ અધ્યવસાયથી અશુભ કર્મની નિર્જરા તથા વિશિષ્ટ પુણ્યના બંધને લાભ અવશ્ય
થાય છે. પ્રશ્ન–ભગવાન કૃતકૃત્ય છે. તેમના કોઈ પણ પ્રયાજને
બાકી રહ્યાં નથી, તેથી તેમની પૂજા નિરર્થક છે. સમાધાન–ભગવાન સર્વથા કૃતકૃત્ય છે, માટે જ તેઓ
પૂજાને ગ્ય છે. જેઓ કૃતકૃત્ય થયા છે, જેમનાં સર્વ પ્રયોજને સિદ્ધ થઈ ચૂક્યા છે, તેઓ જ ઉત્કૃષ્ટ ગુણવાન ગણાય છે. એવા ઉત્કૃષ્ટ ગુણવાનની પૂજા કરવી એ સર્વથા એગ્ય છે.
પ્રશ્ન-શ્રી જિનપૂજા કરવા કરતાં તેમની આજ્ઞાનું પાલન
કરવું એ જ શ્રેષ્ઠ છે, કહ્યું છે કે “વીરા ! તારતનાજ્ઞાપાત્રરં જમ્ !”
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૫૮
“હે વીતરાગ ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. તે પછી જેઓ સત્ય બોલે છે, નીતિથી ચાલે છે, તપ કરે છે અને બીજા પણ શ્રી જિનેશ્વરદેવેએ કહેલાં સામાયિકાદિ નિરવઘ અનુષ્ઠાને આચરે છે, તેઓને શ્રી જિનપૂજા કરવાની શું જરૂર છે? સમાધાન–શ્રી જિનપૂજા કરવી, એ પણ શ્રી જિનેશ્વરદેવની
આજ્ઞાનું પાલન જ છે. પૂજા કરતાં આજ્ઞાપાલન
૧-કહ્યું છે કે
'उचितद्रव्यस्तवस्याऽपि आज्ञापालनरूपत्वात् भावस्तवाङ्गतया विधानादिति ।।
ધર્મબિન્દુ અધ્યાય -સુત્ર ૪૬-૪૭. ઉચિત દ્રવ્યસ્તવ–શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યપૂજા પણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાના પાલનરૂપ છે. કારણ કે- દ્રવ્યસ્તવનું વિધાન ભાવસ્તવ-સુયતિધર્મના કારણરૂપ છે.
વિષયપિપાસાદિ કારણે વડે સાઘુધર્મ રૂપી મન્દિરના શિખર પર આરોહણ કરવાને અસમર્થ છતાં ધર્મને કરવાની ઇચ્છાવાળા પ્રાણુને માટે બીજા મેટા સાવદ્યથી નિવૃત થવાને બીજે કંઈપણ ઉપાય દેખાતો નથી ત્યારે શ્રી જિનેશ્વરદેવ તેને માટે સદારે ભરૂ૫ શ્રી જિનપૂજાદિ વ્યસ્તવને ઉપદેશ આપે છે. કહ્યું છે કે
" काले सुइभूएणं विसिहपुप्फाइएहिं विहिणा उ ।
सारथुइथोत्तगरुई जिणपूआ होइ कायव्वा ॥ १ ॥" ગ્ય કાલે, પવિત્ર બનીને, વિશિષ્ટ પુષ્પાદિ સામગ્રી વડે એક
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૫૮
શ્રેષ્ઠ છે એ કથન જેઓ પૂજા કરે છે અને સત્ય બોલવું વિગેરે બીજી આજ્ઞાઓને પાળતા નથી, તેઓ માટે છે. પરંતુ જેઓ સત્ય બોલવું વિગેરે બીજી આજ્ઞાઓને પાળે છે અને શ્રી જિનપૂજા કરવાની આજ્ઞાને પાળતા નથી, તેઓની સઘળી પણ ધર્મક્રિયાઓને શાસ્ત્રકારોએ નિષ્ફળ કહી છે. કહ્યું છે કે
“લાંબા કાળ સુધી તપ તપે, ચારિત્ર પાળ્યું અને ઘણું પણ શ્રત ભયે છતાં જેને શ્રી જિનપૂજાને મને રથ થયો નથી, તેનું સઘળું નિષ્ફળ ગયું સમજવું. શ્રી જિનપૂજાના મનોરથ વિનાને તપ એ લંઘન છે, ચારિત્ર એ કાયકષ્ટ છે અને શ્રુત એ મિથ્યા છે. શ્રી જિનપૂજા એ મિથ્યાત્વરોગનું ઔષધ છે. એ ઔષધનું જેઓ ભાવથી સેવન કરતા નથી, તેઓને મિથ્યાત્વરૂપી રોગ નાશ પામતે નથી. મિથ્યાત્વયુક્ત ધર્માનુષ્ઠાનને શાસ્ત્રકારોએ અંક વિનાના મીંડા તુલ્ય ગણેલું છે. સ્તુતિ અને તેત્રાદિ વડે પ્રધાન એવી શ્રી જિનપૂજા વિધિપૂર્વક (નિરન્તર ) કરવી જોઈએ. ૧ દ્રવ્યસ્તવનું ફળ દર્શાવતાં કહ્યું છે કે" जिनभवने जिनबिम्बं जिनपूजां जिनमतं च यः कुर्यात् ।
तस्य नरामरशिवसुखफलानि करपल्लवस्थानि ॥ २ ॥ શ્રા જિનભવન, શ્રી જિનબિમ્બ, શ્રી જિનપૂજા અને શ્રી જિનમતને જે કરે છે, તેને નરસુખો, સુરસુખ અને શિવ સુખો રૂપી ફળ કર૫૯લવમાં–હથેલીમાં આવી મળે છે. ૨
એ રીતે શ્રી જિનપૂજાદિ દ્રવ્યતવ પણ ભગવાનની આજ્ઞા ઉપદેશના પાલન રૂપ જ છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૬૯
પ્રશ્ન–શ્રી જિનપૂજા એ દ્રવ્યસ્તવરૂપ છે અને દાનાદિ
ધર્મોનું આસેવન એ ભાવસ્તવરૂપ છે. ભાવસ્તવ કર
નારને દ્રવ્યસ્તવની શી જરૂર છે? સમાધાન–શ્રી જિનમતમાં ધર્મનાં ચાર પ્રકાર કહ્યા છે.
દાન, શીલ, તપ અને ભાવ. તેમાં ભાવ વિનાને દાનાદિ ત્રણ ધર્મોને શેરડીના પુષ્પની જેમ નિષ્ફળ માનેલા છે. દાનાદિ ત્રણ ધર્મોને સફળ બનાવનાર “ભાવ” છે. એ ભાવની પ્રાપ્તિ માટે અનેક પ્રકારે બતાવ્યા છે. તેમાં શ્રી જિનપૂજા મુખ્ય છે. શ્રી જિનપૂજા એ સમ્યક્ત્વને નિર્મળ કરનાર છે. સમ્યફની શુદ્ધિ ભાવને વધારે છે અને ભાવની વૃદ્ધિપૂર્વક થતાં ધર્માનુષ્ઠાન, એ જ પરિપૂર્ણ ફળદાયી નિવડે છે. શ્રી જિનપૂજા એ દ્રવ્યસ્તવરૂપ છે તેમ સમ્યફવની કરણી હોવાથી ભાવધર્મરૂપ પણ છે. દ્રવ્યસ્તવરૂપ હોવાથી શ્રી જિનપૂજા એ જેમ દાનાદિથી ગૌણ છે, તેમ સમ્યક્ત્વની કરણીરૂપ ભાવધર્મરૂપ હોવાથી શ્રી જિનપૂજા એ દાનાદિથી મુખ્ય પણ છે. શ્રી જિનમતમાં સઘળી પ્રરૂપણા ગૌણ મુખ્ય ભાવે હોય છે. એને નહિ સમજનાર એક વસ્તુનું એકાંતે સ્થાપન કરવા જતાં અન્ય વસ્તુને
નિષેધ કરી બેસે છે અને તેથી માગને લેપ થાય છે. પ્રશ્ન-દાન, શીલ અને તપ વિનાની શ્રી જિનપૂજા વધે કે
શ્રી જિનપૂજા વિનાના દાન, શીલ અને તપ વધે? સમાધાન–શ્રી જિનપૂજાથી નિરપેક્ષપણે થતા દાન, શીલા
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૬
કે તપ એટલા માટે નિરર્થક છે કે તેમાં પિતે આચરેલા સ્વલ્પ દાન, શીલ અને તપની આરાધના છે અને શ્રી જિનેશ્વરોએ આચરેલા અન૫-ઘણું દાન શીલ અને તપની વિરાધના છે. કર્મવશાત્ શક્તિ અને સામર્થ્યના અભાવે દાન, શીલ અને તપનું સેવન ન પણ થઈ શકતું હોય તે પણ શ્રી જિનપૂજામાં રક્ત રહેનાર આત્મા શ્રી જિનેશ્વરદેએ આચરેલા અન૯૫-ઘણું ધર્મને આરાધક બને છે અને એ દ્વારા કાલક્રમે પિતાના આત્માને ઉંચે ચઢાવનાર થાય છે. મુખ્ય માર્ગ એ છે કે દાન, શીલ અને તપમાં શ્રી જિનપૂજાની સાપેક્ષતા જોઈએ અને શ્રી જિનપૂજામાં દાન, શીલ અને તપની સાપેક્ષતા જોઈએ. જેઓ દાન, શીલ અને તપનું સેવન કરવા છતાં અધિક દાતાર, અધિક શીલવાન અને અધિક તપસ્વી એવા શ્રી જિનેશ્વરદેવની પૂજા પ્રત્યે આદરવાળા નથી તથા જેએ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવા છતાં અધિક દાતાર અધિક શીલવાનું અને અધિક તપસ્વી બનવા પ્રત્યે આદરવાળા નથી–તેઓ અને આરાધક નથી. જેમ શ્રી જિનેશ્વરદેવ મહાદાની, મહા શીલવાન અને મહા તપસ્વી છે માટે તેમની નિરંતર પૂજા કરવી જોઈએ. તેમ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારે દિન-પ્રતિદિન અધિક દાની, શીલવાન અને તપસ્વી બનવા પ્રયાસ કરે જોઈએ. એ રીતે કરનાર બને આરાધક બને છે.
Page #401
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત પરમાત્માની ભક્તિના અચિત્ય પ્રભાવ અને તેમાં કાવ્યાનુ સ્થાન,
મેાક્ષમાગ ની આરાધનાના અનેક ચેાગે છે, પણ તેમાં ભક્તિ ચાત્ર એ સરળ, સુલભ અને અપેક્ષાએ શીઘ્ર સિદ્ધ થાય એવા ચાગ છે. વળી પ્રભુભક્તિગર્ભિત ભાવવાહી કાવ્યા આખાલ-ગાપાલ સને આકર્ષી શકે તેવી વસ્તુ છે. તેનું આલંબન સાધી આત્મા સહેલાઇથી પરમાત્માની સાથે એકાકાર થઇ શકે છે અને આ રીતે એક સાધારણુ શિક્ષિત મનુષ્ય પણ આ માર્ગે પ્રયાણ કરી પર’પરાએ પેાતાના આત્મનિસ્તાર કરી શકે છે. વળી ભક્તિ એ વૈરાગ્ય અને જ્ઞાનની પૂર્વભૂમિકા છે. તેના અભાવમાં પાયા વિનાની ઇમારતની જેમ વૈરાગ્ય અને જ્ઞાન સ્થિર રહી શકે નહિ માટે જ ભક્તિ વિના મુક્તિ નહિ અને ‘ભક્તિ એ મુક્તિની ક્રૂતિ’ છે-એમ કહેવાય છે.
6
અપેક્ષાએ મુક્તિ કરતાં પણ ભક્તિની શ્રેષ્ઠતા દર્શાવતાં કેટલાંક દૃષ્ટાન્તા આપણને જોવા મળે છે, પૂ॰ ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી ગણિવરે પાતાની એક ગૂર્જર કૃતિમાં કહ્યું છે કે—
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૬૩
“મુક્તિથી અધિક તુજ ભકિત મુજ મન વસી,
જેહશું સબળ પ્રતિબંધ લાગે; ચમક પાષાણ જેહ લેહને ખિંચ,
મુકિતને સહજ તુજ ભકિતરાગે,
અન્યત્ર એક સ્થળે તેઓશ્રીએ સંસ્કૃત કાવ્યમાં પણ ફરમાવ્યું છે કે
સામેતમા દ્રઘં, છત્તાવાત . भक्तिर्भागवती बीजं, परमानंदसम्पदाम् ॥ १ ॥
અર્થ-શ્રુતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારને સાર મેં પ્રાપ્ત કર્યો છે કે-શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એ જ એક પરમાનંદ-મેક્ષની સંપદા (લક્ષ્મી)નું બીજ છે.
તાપર્ય એ છે કે-પ્રભુભક્તિ અવશ્ય મુક્તિને ખેંચી લાવે છે. ભક્તિ એ મુક્તિનો અમોઘ ઉપાય છે. જેને મુક્તિની ઈચ્છા હોય, તેણે મુક્તિના અનન્ય કારણરૂપ પ્રભુભક્તિને પિતાના આત્મામાં જગાડવી જ જોઈએ. એ પ્રમાણે કાર્ય કારણની સનાતન વ્યવસ્થા છે. વાસ્તવિક કારણેના સેવન વિના વાસ્તવિક કાર્યની ઉત્પત્તિ કદી પણ થતી નથી.
સમક્ષઓ માટે મોક્ષપ્રાપ્તિ એ કાર્ય છે અને પ્રભુભક્તિ એ એનું કારણ છે. એટલે જેમને કાર્યની ઇચ્છા હોય, તેમણે અવિરતપણે નિયમિત આદર અને બહુમાન પૂર્વક પ્રભુભક્તિમાં લાગી જવું, એ જ કાર્યસિદ્ધિને મહામંત્ર છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૪
ભક્તિપૂર્વક થતી સ્તવનાના મહિમા અદ્ભુત છે. ગુણ બહુમાન પૂર્ણાંકની ભક્તિ સર્વ કલ્યાણકારિણી છે, જે જે ગુણા પ્રાપ્ત કરવાનું આપણું ધ્યેય છે, તે તે તમામ ગુણા એક જ જગ્યાએ પરમાત્મામાં પરાકાષ્ટાએ પહેાંચેલા છે. પરમાત્મા એટલે સર્વોત્કૃષ્ટ અન ́ત ગુણ્ણાનું પવિત્ર ધામ. સ કલ્યાણકારી સદ્ગુણાને એક જ સાથે રહેવા માટેનુ' જો કોઇ સ`કેતસ્થાન હાય, તે તે પરમાત્મા છે. જગતમાં એક પણ એવા સદ્ગુણુ નથી, કે જે પરમાત્મામાં પરાકાષ્ઠાએ વતતા ન હાય. જગતમાં પણ જ્યાં જ્યાં સદ્ગુણરૂપી ગંગાના પ્રવાહ વહી રહ્યો છે, ત્યાં ત્યાં તે પ્રવાહ પણ પરમાત્મારૂપી હિમાલયમાંથી નીકળેલા છે. એટલે પરમાત્મા જેમ સ સદ્દગુણ્ણાનુ ધામ છે, તેમ જગતમાં પણ સદ્ગુણેાના પ્રવાહ વહી રહ્યો છે તેનું ઉદ્ગમસ્થાન પણ પરમાત્મા છે.
આપણને પ્રભુ પ્રત્યે ભક્તિ જાગે છે, તેમાં પણ પરમાત્માની અનંત કરૂણા, સર્વ જીવરાશિને તારવા માટેની તેએાની ઉત્કૃષ્ટ ભાવના અને તેએાની પરોપકારરસિકતા ક્રાણુ છે, તેઓની ગુણુપ્રકČતા અને અચિંત્ય શક્તિ એમાં કામ કરે છે.
ભગવાનનું નામ લેતાંની સાથે જ કે તેમનુ ઇન કે તેમના સદ્ગુણ્ણાનું ચિંતવન કરતાની સાથે જ, ભયંકર રાગદ્વેષાદ્રિ ક્લિષ્ટ ભાવાથી અને તે ભાવાના પરિણામે ઉત્પન્ન થનારી દુઃખ, દૌર્ભાગ્ય અને દુર્ગતિ આદિની વિવિધ આપ ત્તિઓમાંથી મચાવીને ભગવાન આપણું રક્ષશુ કરે છે.
*
Page #404
--------------------------------------------------------------------------
________________
તેઓનું સ્મરણ ક્ષણવારમાં આપણા આત્મામાં શુભ ભાવની વૃદ્ધિ કરાવી અને ચિત્તની પ્રસન્નતા વધારી, તેને વર્ગ અને મોક્ષસુખનું ભાજન બનાવે છે.
પ્રભુભક્તિનું તાત્કાલિક ફળ ચિત્તની પ્રસન્નતા છે. અને પરંપરક ફળ સદ્ગતિ તથા મોક્ષ છે. પ્રભુભક્તિના તાત્કાલિક ફળ તરીકે ચિત્તની પ્રસન્નતાનું પણ રાગ-દ્વેષથી ભરેલા આ સંસારમાં ઘણું મોટું મૂલ્ય છે. ખરી રીતે આ ચિત્તની પ્રસન્નતા એ જ મનુષ્યનું અંતર ધન છે અને તે બાહૃા-અત્યંતર તમામ ઋદ્ધિ-સિદ્ધિનું પરમ કારણ છે. આ ચિત્તની પ્રસન્નતા ત્રણ ભુવનની બાહ્ય સંપત્તિ કરતાં પણ
અધિક છે; ત્રણ ભુવનનું ઐશ્વર્ય પ્રાપ્ત થયું હોય, પણ જે ચિત્ત પ્રસન્ન નથી હતું. તે તે ઐશ્વર્ય ઉલટું કષ્ટકારક બને છે. અને જે ચિત્તની પ્રસન્નતા હોય, તે ગમે તેવા કપરા સંજોગોમાં પણ કદને અનુભવ થતું નથી, પરંતુ તેવા પ્રસંગે પણ આનંદને અનુભવ થાય છે.
આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષપણે ભગવાન તરફથી અનંત ઉપકાર આપણું ઉપર થઈ રહેલ છે, આવું જે સમજે છે, તે કૃતજ્ઞ આત્મા જળ વિના માછલીની જેમ એક ક્ષણ પણ પ્રભુના સ્મરણ વિના રહી શકતા નથી.
પરમાત્મગુણ પ્રત્યેના બહુમાનના પરિણામપૂર્વક કરાતી ભક્તિ એ પા પવનને બાળી નાખવા માટે દાવાનળ સમાન છે, કારણ કે તેમાં ગુણપ્રકર્ષતાની ટોચે પહોંચેલા ભગવાન
Page #405
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેનું બહુમાન છે. આ બહુમાનને પરિણામ કામધેનુ, કામકુંભ અને ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક પ્રભાવયુક્ત છે.
જીવનમાં ભક્તિરસને આસ્વાદ લઈને તૃપ્ત થયેલા અનુભવસિદ્ધ મહાપુરુષએ શાસ્ત્રોમાં ફરમાવ્યું છે કે પરમાત્મા પ્રત્યેની ભક્તિના પરિણામથી સમકિતની નિર્મળતા થાય છે, જ્ઞાનપ્રકાશ વધે છે અને ચારિત્રની સ્થિરતા થાય છે.
વળી તે જ મહાપુરુષે સ્પષ્ટ રીતે ફરમાવે છે કે ઉત્તમ કા દ્વારા પરમાત્માના ગુણને વાણીમાં ઉતારવાથી, પિતાના ચિત્તને પરમાત્માના ગુણોમાં પરોવી શકાય છે અને પર માત્માના ગુણમાં ચિત્તની તન્મયતા થવાની અનેક ભવ સંચિત પાપપુજે ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. હૃદયમાં પરમાત્માના ગુણોની સ્થિરતા થવાથી કર્મના દઢ બંધને પણ શિથિલ થઈ જાય છે. પરમાત્માના ગુણોનું ધ્યાન, ચિંતન અને વારંવાર સ્મરણ થવાથી દુરુચ્છેદ અને દીર્ઘ એવા સંસારને પણ શીધ્ર ઉછેદ થઈ જાય છે.
ભક્તિરસપ્રધાન કાવ્યનું નિત્ય નિયમિત રટણ કરનાર ભવ્ય આત્માને પિતે સમજી શકે તેવી અનેક પ્રકારની અનુભૂતિ પણ થવા લાગે છે. જેમ કે જાણે પરમાત્માની સાથે પિતાની એકાગ્રતા વધતી જતી હોય, જાણે દિનપ્રતિદિન પિતામાં પાપવૃત્તિ ઘટતી જતી હોય, જાણે હદયમાં પવિત્રતાને વધારે થતું હોય, જાણે બુદ્ધિ સૂક્ષમ અને નિર્મળ બનતી હોય અને જાણે અંતઃકરણમાં ધર્મ બીજનું વાવેતર થઈ રહ્યું હેય, એ અનુભવ થવા લાગે છે. સંક્ષે
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૬૭
૫માં જો કહેવુ' હે ય, તેા પ્રભુભક્તિથી શુભ ભાવની દિનપ્રતિદિન વૃદ્ધિ થાય છે. વળી એ શુભ ભાવની વૃદ્ધિ ક્રમસર ઉપર-ઉપરના ગુણસ્થાનાને પ્રાપ્ત કરાવી, અ'તે આત્માને વિકાસની પરાકાષ્ઠાએ પહોંચાડી અને જીવને સર્વ કમ થી રહિત મનાવી માક્ષનું અન ત સુખ પ્રાપ્ત કરાવવા માટે સમથ અને છે.
આ રીતે પ્રભુભક્તિ એ સર્વ કલ્યાણનુ અમાદ ખીજ છે. સવ કર્મોના ક્ષયરૂપ તથા અનત સુખના ભંડારસ્વરૂપ માક્ષપ્રાપ્તિ માટે શકય પુરુષાર્થ કર્યો કરવા, એ જ આ દુલ ભ મનુષ્યજન્મમાં કરવા લાયક ઉત્તમાત્તમ કલ્યાણુ સાધના છે.
ગુણવાનાના ગુણાનુ` કીતન કરવુ, એ પ્રાપ્ત થયેલ વાચાનું સાચું ફૂલ છે અને એ જ દૃષ્ટિએ પ્રભુગુણરસિક એવા મહાપુરુષોએ પરમાત્મગુણૢા પ્રત્યે પેાતાની શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરવા માટે ભક્તિરસથી ભરપૂર અનેક ભાવવાહી કાચૈાની રચના કરી છે. સામાન્ય રીતે ગદ્યરચના કરતાં પદ્ય (કાવ્યમય ) રચનામાં કંઠસ્થ રાખવાનું વધારે સરળ પડે છે. કાવ્યા કઠસ્થ થયા પછી, તેને અનુકૂળતા મુજબ ગમે તે સમયૈ સ્વતંત્ર રીતે પુનઃ પુનઃ રટણ અને અનુપ્રેક્ષા કરવા દ્વારા તેના સકારા હૃદયમાં ઉંડે સુધી ઉતારી શકાય છે, કે જે સત્કારા જન્માંતરમાં પણ ભક્તિભાવની જાગૃતિમાં નિમિત્ત બની જીવને સહેલાઇથી કલ્યાણસાધનામાં આગળ વધારે છે,
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૬૮ એ એક સામાન્ય નિયમ છે કે માણસ જેવું ગાય છે, તેવું જ ધીમે ધીમે તેનું ઘડતર થતું જાય છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને બીજા પણ સગુણપષક કાવ્યનું જે નિયમિત રીતે વારંવાર રટણ કરવામાં આવે, તેને મનપૂર્વક ભાવિત કરવામાં આવે, તે અંતરાત્મામાં છૂપાએલ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યાદિના સંસકાને પ્રગટ કરવાની સુંદર તક મળે છે. મનુષ્યનું મન એ અનેક પ્રકારના સંકપનું એક મોટામાં મોટું સંગ્રહસ્થાન છે. તેમાં શુભ ભાવે પણ છે અને અશુભ ભાવ પણ છે. દયા, દાન, પ્રેમ, કૃતજ્ઞતા, પરોપકાર, ભકિત, શ્રદ્ધા. મૈત્રી આદિ ભાવે-એ શુભ ભાવ ગણાય છે અને ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા, અશ્રદ્ધા, કૃતજનતા અને કેવળ સ્વાર્થ પરાયણતાદિ અશુભ ભાવે ગણાય છે.
આ શુભાશુભ ભાવે નિમિત્ત પામીને પ્રગટ થાય છે ઉત્તમ સંસ્કારપષક શુભ ભાવને પ્રગટ થવાની જે વારંવાર તક આપવામાં આવે તે સહજ ભાવે મન પોતે જ સુસંકારોના રંગથી રંગાઈ જાય છે. પછી તે વારંવારના અભ્યાસના બળથી તે સ્વભાવ જ બની જાય છે. આ રીતે પ્રયત્ન દ્વારા અનેક મહાપુરુષોએ પિતાના મનને પવિત્ર બનાવી તેની પાસેથી મહાન લાભ ઉઠાવ્યા છે. બંધ અને મોક્ષ-એ બંને મનને આધીન છે. જે મન સુધરે છે, તે વિચાર પણ સુધરે છે અને વિચારોની અસર આચરણ ઉપર પણ પડે છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
આ રીતે પ્રભુભકિતમાં કાવ્ય એ ઘણું ઉપયોગી વસ્તુ બને છે. ભક્તિરસથી ભરપૂર ઉત્તમ કાવ્યોનું આલંબન લઈને, પ્રભુગુણમાં અનુરાગી અનેક ભવ્ય આતમાઓ આજે પણ પ્રભુભક્તિમાં તરબોળ થઈ પિતાના આત્માને વિકાસ સાધી રહ્યા છે, એવું આપણને ઘણે સ્થળે જોવા મળે છે.
આવા પ્રભુભક્તિરસિક ભાવિક છે સાજ-સામગ્રી પૂર્વક રાગ-રાગિણી થી ઉત્તમ કાવ્ય દ્વારા જ્યારે ભક્તિરસની જમાવટ કરે છે, ત્યારે તે દશ્ય અલૌકિક બની જાય છે. તે વખતે વાતાવરણમાં જાણે રસાધિરાજ શાન્તરસે મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું હોય, એમ અનુભવાય છે. ભક્ત શ્રોતાઓ ભક્તિરસમાં તરબોળ બની જાય છે. આવા ભક્તિ પ્રસંગમાં અનેક ભવ્ય જીવોના હૃદયમાં ભક્તિના તાર ઝણઝણી ઉઠે છે. આંખોમાંથી હર્ષનાં અશ્રુ વહેવા માંડે છે, વારંવાર રોમાંચ અનુભવ કરે છે “અનંતકાળે આજે જ મને પરમાત્મભકિતની આવી અપૂર્વ તક મલી” “આનાથી વિશેષ કાર્ય આ જગતમાં બીજું કોઈ નથી” એવી જાતના શુભ ધ્યાનના મેજાએ તેના અંતઃકરણમાં ઉછળવા માંડે છે અને એ રીતે પ્રમાદપૂર્ણ બની પિતાના આત્મામાં ધર્મબીજનું વાવેતર કરનાર બને છે શ્રદ્ધાના જલપૂર્વક; હદયના ઉલ્લાસ અને પ્રમોદપૂર્વકની ભક્તિના અનુબંધવાળા બીજનું વાવેતર જયારે આત્મામાં થાય છે, ત્યારે તેમાંથી પુષ્ટ થતું કલ્યાણવૃક્ષ કદી પણ નિષ્ફળ જતું નથી, પરંતુ તે અવશ્ય ફળીભૂત થાય છે. પ્રભુભકિતની આવી ધન્ય પળ ઉત્તમ જીવને થાવત શ્રી તીર્થંકર પદ સુધી પહોંચાડવા પણ સમર્થ બને છે. આ રીતે પ્રભુભક્તિનો પરિણામ પરમકલ્યાણકારી બને છે. ૨૪
Page #409
--------------------------------------------------------------------------
________________
અહીં હવે પછીના પ્રકરણમાં ભકિતરસપ્રધાન ૧૦ કાવ્યો રજૂ કરવામાં આવ્યા છે, અને તેને સામાન્ય શબ્દાર્થ પણ આપવામાં આવ્યું છે. દૂધ એલું પણ મધુર હોય છે પણ તેમાં જ્યારે સાકર ભળે છે, ત્યારે તેની મધુરતા વિશેષ અભિવ્યક્ત થાય છે, તેમ આ ભાવવાહી સ્તવનેના અર્થનું જે જ્ઞાન હોય તે તે બેલતી કે સાંભળતી વખતે વિશેષ આનંદ પ્રગટે તે સ્વાભાવિક છે. તેથી સામાન્ય બેધવાળા ભક્તિવત છેને ઉપયોગી થાય તે રીતે આ પદો અર્થ સહિત પ્રગટ કરવામાં આવ્યાં છે.
મહાપુરુષની કાવ્યરચના અનેક અપેક્ષાઓથી ભરપૂર અને ગંભીર હોય છે, તેના ઉપર ગમે તેટલું વિવેચન કર વામાં આવે તે પણ તે અપૂર્ણ જ બની રહે છે. તેમાંના ગંભીર ભાવોને સમજવા માટે તે સાક્ષાત્ ગીતાર્થ પુરુષે પાસે વસીને નમ્રભાવે જાણવા પ્રયત્ન કરવો એ જ એને ધેરી માગે છે. તેમ છતાં સૌ કોઈને એ સુગ પ્રાપ્ત થઈ શકતા નથી, તેવા આત્માર્થી છે પણ આ પદોના સામાન્ય અર્થ સમજી તેમાં પ્રવેશ કરશે તે તેના વિશેષ અર્થ જાણવાની તેમને અવશ્ય જિજ્ઞાસા ઉત્પન્ન થશે અને તેઓ ગીતાર્થ મહાપુરુષનું શરણું શોધી તેને ગંભીર અર્થને પણ સમજવા માટે પ્રયત્નશીલ બનશે એવી ધારણા રાખી અહીં માત્ર સામાન્ય શબ્દાર્થ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
>>
=>E
ભાવવાહી સ્તવના આદિ
પરમાત્મભક્તિ અન'તગુણુની ખાણુ સ્વરૂપ
છે. તેથી ભવ્યાત્માઓના કલ્યાણ માટે અનેક અપેક્ષાપૂર્વક પરમાત્માની સ્તવના ભક્તહૃદય અનુભવી પુરુષાએ કરી છે. તેમાંથી ભાવવાહી સ્તવના તથા પ્રભુશક્તિ માટેની વિવિધ અપેક્ષા દર્શાવતુ' કેટલુંક લખાણ અહી. આ પ્રકરણમાં રજુ કરવામાં આવેલ છે.
મહાપુરુષાની રચના ગ′ભીર આશયાથી ભરપૂર હાય છે તેથી એના વિશેષ અથ ગુરુગમથી જાણવા ભલામણ છે.
CO
195
>>>>>
Page #411
--------------------------------------------------------------------------
________________
મનમંદિરમાં પ્રભુજીની પધરામણી માટે પ્રાર્થના.
( મેઈક વિધિ જોતાં થકાં રે-એ દેશી) શ્રી વર્ધમાન જિનરાજી રે,
રાજનગર શણગાર રે સુખ દરિઆ! વાલેસર સુણે વિનતી છે,
તું મુજ પ્રાણ આધાર રે. ગુણ ભરિઆ ! ૧ તુજ વિણ હું ન રહી શકું રે,
જિમ બાલક વિણ માત રે, સુખગાઈ દિન અતિવાહીએ, તારા ગુણ અવદા રે. ગુણ૦ ૨ હવે મુજ મંદિર આવીયે રે,
મ ક દેવ! વિલબ રે; સુખ૦ ભાણ ખડખડ કુણ ખમે રે,
- પૂર આશ્યા (અ) લંબ રે. ગુણ૦ ૩ શ્રી રાજનગરના શણગારરૂપ ! સુખના સમુદ્ર! હે વહાલા સ્વામી ! શ્રી વર્ધમાન જિનરાજ ! મારી વિનતી સાંભળે. હે ગુણથી ભરેલા પ્રભુ ! તમે મારા પ્રાણના આધાર છે. ૧
હે પ્રભુ! જેમ માતા વિના બાળક રહી શકતું નથી. તેમ હું તમારા વિના રહી શકતું નથી, તમારા નિર્મળ ગુણે ગાઈ ગાઈને દિવસે પસાર કરું છું. ૨
હે દેવ! હવે મારા મનમંદિરમાં આપ પધારો. વિલંબ ન કરો. ભોજન ન મળે અને વાસણ ખખડયા કરે એ દુઃખ કોણ ખમી શકે? માટે વગર વિલંબે મારી આશા આપ પૂર્ણ કરે. ૩
Page #412
--------------------------------------------------------------------------
________________
મનમંદિર છે મારું રે.
પ્રભુ! તુજ વસવા લાગ રે; સુખ૦ માયા-કટક કાઢીયા રે,
કીધો કોધ-રજ ત્યાગ રે. ગુણ- ૪ પ્રગટી સુરુચિ-સુવાસના રે,
મૃગમદ મિશ્ર કપૂર રે, સુખ૦ ધૂપઘટી ઈહ મહમહે રે,
શાસન-શ્રદ્ધા પુર રે. ગુણ૦ ૫ કિરિયા શુદ્ધ બિછાવણા રે,
તકિઆ પંચ આચાર રે, સુખ૦ ચિહુ દિશ દીવા ઝગમગે રે,
જ્ઞાન રતન વિસ્તાર છે. ગુણ૦ ૬
હે પ્રભુ! મારું મનમંદિર (મનરૂપ મંદિર) તમારે રહેવા યોગ્ય કર્યું છે. તેમાંથી માયારૂપી કાંટાઓ કાઢી નાંખ્યા છે દૂર કર્યા છે, ક્રોધરૂપ રજ (ધૂળ)ને ફેંકી દીધી છે. વાળી-ચોળીને સાફ કરેલ છે. ૪ - સુરુચિ સમકિતદષ્ટિરૂપ સુવાસના પ્રગટી છે. સમકિતથી મારા મનમંદિરને સુવાસિત-સુગંધી કરેલ છે. આપના શાસનની શ્રદ્ધારૂપ કસ્તુરી અને કપૂરથી યુક્ત ધૂપઘટા અહીં મઘમઘી રહી છે.-સુગંધ ફેલાવી રહેલ છે. ૫
શુદ્ધ ક્રિયારૂપ બીછાના-આસન મારા મનમંદિરમાં પાથર્યા છે. પાંચ આચારરૂપી તકીયા ગોઠવ્યા છે. જ્ઞાનના વિસ્તારરૂપ રત્નમય દવાઓ ચારેય દિશામાં ઝગમગી રહ્યા છે. પ્રકાશી રહ્યા છે. ૬
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૭૪
અધ્યાતમ ધજા લહલહે રે,
મણિ તેરણ સુવિવેક રે સુખ૦ ગમા પ્રમાણ ઈહાં એરડા રે,
મણિ પેટી નય ટેક રે ગુણ૦ ૭ ધ્યાન-કુસુમ ઈહાં પાથરી રે,
સાચી સમતા સેજ રે, સુખ જીહાં આવી પ્રભુ ! બેસીએ રે,
કીજે નિજ ગુણ હેજ રે. ગુણ૦ ૮ મનમંદિર જે આવશે રે,
એકવાર ધરી પ્રેમ રે; સુખ૦ ભગતિભાવ દેખી ભલે રે,
જઈ શકશે તે કેમ રે, ગુણ૦ ૯
મારા મનમંદિરમાં અધ્યાત્મરૂપ દેવજ ફરકી રહ્યો છે. અને ઉત્તમ વિવેકરૂપી મણિમય તારણો બાંધેલા છે. ગામા (સરખા પાઠ-સિદ્ધાંતના આલાવા) અને પ્રમાણ ( સ્યાદ્વાદ)રૂપી ઓરડાઓ છે. નય અને નિયમરૂપી મણિઓથી ભરેલી પેટીઓ છે. ૭
દયાનરૂપી પુપે મારા મનમંદિરમાં પાથર્યા છે. અને તેમાં સાચી સમતારૂપ શમ્યા બીછાવી છે, હે પ્રભુ! આ મારા મનમંદિરમાં આવીને બેસે અને તેમાં પિતાને ગુણે વડે આનંદ કરે. ૮
એક વખત પ્રેમ ધારણ કરી–પ્રેમપૂર્વક મારા મનમંદિ. ૨માં આપ પધારશો તે મારો સુંદર ભકિતભાવ જોઈ આ૫
Page #414
--------------------------------------------------------------------------
________________
३७५ અરજ સુણી મન આવીયા રે,
વીર જિણંદ ભયાલ રે; સુખ૦ ઓચ્છવ રંગ વધામણા રે,
પ્રગટ પ્રેમ વિશાલ રે, ગુણ૦ ૧૦ અપાઘ કરૂણા ક્ષમા રે,
સત્ય વચન તેલ રે, સુખર ધરશું તુમ સેવા ભણી રે ,
અંતરંગ રગોલ રે. ગુણ૦ ૧૧ હવે ભગતિરસ રીઝી રે,
મત છોડો મન-ગેહુ રે સુખ૦ નિરવહજો રૂડી પરે રે,
સાહિબ સુગુણ સનેહ રે. ગુણ૦ ૧૨
તેમાંથી કેમ બહાર જઈ શકશે? અર્થાત્ પછી તે આપ મારા મનમંદિરમાં કાયમ માટે રહેવાના. ૯
આ પ્રમાણે અરજી સાંભળી દયાળુ શ્રી વીર જિનેધર મારા મનમંદિરમાં પધાર્યા. ઉત્સવ અને આનંદ વધામણા થયા. પ્રભુજીને વધાવ્યા અને વિશાળ પ્રેમ તેમની સાથે પ્રગટ થયા. ૧૦
કરુણ-દયા અને ક્ષમારૂપ પૂજાની સામગ્રીથી તેમનું સ્વાગત કર્યું, સત્ય વચનરૂપી તબેલ આપ્યું. હે પ્રભુ! તમારી સેવા માટે આંતરિક આત્મિક આનંદને સમૂહ ધારણ કરશું. ૧૧
હે પ્રભુ! મારી ભકિતના રસથી આપ પ્રસન્ન થયા છે,
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૭૬
ભમર સહજ ગુણ કુસુમને રે,
અમર-અહિત જગનાથ રે, સુખજે તું મનવાસી થશે રે,
તો હુઓ સનાથ રે. ગુણ૦ ૧૩ શ્રી નવિજય વિબુધ તણે રે,
અરજ કરે ઈમ શિશ રે; સુખ૦ રમજો મુજ મન-મંદિરે રે,
પ્રભુપ્રેમ ધરી નીશા-દિશ રે. ગુણ૦ ૧૪
હવે મારા મનમંદિરને આપ છોડતા નહિ. હે સાહેબ! હે સગુણ સાહેબ ! આપ મારા સનેહને સારી રીતે નિભાવજે. ૧૨
જેમ ભ્રમર સહજ રીતે પુષ્પના સુગંધ પણારૂપ ગુણથી પુપમાં નિવાસ કરે છે, તેમ દેવે વડે પૂજાયેલ હે શ્રી જગનાથ-વીર પરમાત્મા! જે તમે મારા મનમાં નિવાસ કરનારા થયા છે તે હું સનાથ-નાથ સહિત થયેલ છે. ૧૩
શ્રી નયવિજયજી પંડિતના શિષ્ય શ્રી યશોવિજયજી વાચક વિનતિ કરે છે કે-હે પ્રભુ! તમે પ્રેમ ધારણ કરીને -મારી ઉપર પ્રેમ રાખીને મારા મન-મંદિરમાં રાત-દિવસ રમણ કરશે. ૧૪
Page #416
--------------------------------------------------------------------------
________________
૩૭૭
મનમંદિરમાં પ્રભુજીની પધરામણીથી
પ્રગટેલો આનંદ. ( સમિતિ દ્વારા ગભારે પેસતાજી-એ દેશ ) દુ:ખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપન્યાં રે,
ભેટ્યા ભેટ્યા વીર નિણંદ રે; હવે મુજ મંદિરમાં પ્રભુ આવી વસો રે,
પામું પામું પરમાનંદ રે, દુ:ખ૧ પીઠબંધ ઈહાં કીધે સમતિ વજૂને રે,
કાઢયે કાઠ કરે તે ભ્રાંતિ રે; અહીં અતિ ઉચા હે ચારિત્ર ચંદ્રઆ રે,
રૂડી રૂડી સંવર ભીતિ રે, દુઃખ૦ ૨
હે પ્રભુ! આપનું મુખ જોવાથી મારા દુઃખો દૂર થયા છે અને મને સુખ પ્રાપ્ત થયા છે. હે વીર જિનેન્દ્ર ! હું આપને ભે. હે પ્રભુ! હવે મારા મનરૂપી મંદિરમાં આવીને આપ રહે. જેથી હું પરમ આનંદ પામું. ૧
મેં મારા મન રૂપી મંદિરમાં સમકિતરૂપી વજની પીઠ બાંધી છે. મેં તેમાંથી બ્રાંતિરૂપી કચરાને દૂર કર્યો છે. તેમાં ચારિત્રરૂપી ચંદરવા ઘણું ઉંચા શોભે છે. તે મનમંદિરમાં સંવરરૂપી ભી તે ઘણું સારી છે. ૨
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૭૮
કમ વિવર ગાખે ઇહાં માતી ઝુમણા રે,
ઝુલઇ ઝુલઇ થી ગુણ આઠ રે;
માર્ ભાવના પંચાલી અચરજ કરે રે,
કારી કારી કારણી કાઢ રે. દુ:ખ૦ ૩
ઇદ્ધાં આવી સમતારાણીશ્યુ મે રે,
સારી સારી થિરતા સેજ રે; કિમ જઇ શક. એક વાર જો આવશેા રે,
રજ્યા જ્યા હિયડાની હૅજ રે દુ:ખ૦ ૪ વયણ અરજ સુણી પ્રભુ મનમદિર આવીયા રે,
આપે તૂટા તૂટા ત્રિભુન ભાણ રે; શ્રી નયવિજય વિબુધ પય સેવક ઇમ ભણે રે, તેણિ પામ્યા કાર્ડિ કલ્યાણ રે, દુ:ખ૦ ૫
મારા મનમદિરમાં કમ'વિવરરૂપી ગાખમાં બુદ્ધિના આઠ ગુણરૂપ માતીના ઝુમા ઝુલે છે. ખાર ભાવનારૂપી પુતળીઓ આશ્ચર્ય ઉપજાવે છે. તે મંદિરમાં કારી કારીને કારણી--કાતરણી કાઢી છે. ૩
આ મારા મનદિરમાં આપ પધારી સમતારૂપી રાણી સાથે રમા, તેમાં સ્થિરતારૂપી શય્યા-પથારી ઘણી સુદર છે. જો તમે એકવાર આવશે તે તેમાંથી કઇ રીતે જઈ શકશેા ? એક વખત હૈયાથી ર'ગાશે એટલે પછી તેમાંથી જઈ શકશે નહિ ૪
આ પ્રમાણે અરજીના વચન સાંભળી પ્રભુ મનમદિમાં પધાર્યા, અને ત્રણ ભુવનમાં સૂર્ય સમાન એવા પ્રભુ
Page #418
--------------------------------------------------------------------------
________________
ભાવપૂજાનું રહસ્ય.
(શાલિભદ્ર ભાગી રહ્યો–એ દેશી ) પૂજાવિધિ માં ભાવિયે, અંતરંગ જે ભાવ; તે સવિ તુઝ આગલ કહું, સાહેબ સરલ સ્વભાવ, સુહંકર ! અવધારે પ્રભુ પાસ! (એ આંકણી) ૧ દાતણ કરતાં ભાવિયેજી, પ્રભુ ગુણ જળ મુખ શુદ્ધ ઉલ ઉતારી પ્રમતતાજી, હે મુજ નિર્મલ બુદ્ધ, સુહ કર૦ ૨ પિતે તુષ્ટ થયા. શ્રી નવિજયજી પંડિતના ચરણથી સેવા કરનાર શ્રી યશોવિજયજી વાચક એમ કહે છે કે-તેથી કરોડે કલ્યાણ પામીએ. ૫
હે પાર્શ્વનાથ પ્રભુ! સાહેબ ! આપની પૂજા કરતાભાવપૂજા કરતાં અંતરંગ જે ભાવ ભાવીએ-વિચારણા કરીએ તે સર્વ આપની આગળ સરળ સ્વભાવે કહું છું. હે શુભને કરનારા શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! આપ મારી વિચારણાને ધ્યાનમાં લે. ૧
(હવે પ્રભુની પૂજા કરનારે શરીરની બાહ્યશુદ્ધિ કરતી વખતે જે ભાવના ભાવવાની છે તે બતાવે છે :-)
મુખશુદ્ધિ માટે દાતણ કરતાં એમ વિચારવું કે પ્રભુના ગુણરૂપી જળથી મુખને શુદ્ધ કરું છું, પ્રમાદપણારૂપ ઉલ ઉતારીને મારી બુદ્ધિ નિર્મળ થાઓ. ૨
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૮૦
જતનાએ સ્નાન કરીએજી, કા મેલ મિથ્યાત; અંગુઠો અંગ શેષ વીછે, જાણું હુ અવદાલ, સુહકર૦ ૩ ક્ષીરદકના ધોતીયાજી, ચિંત ચિત સંતોષ; અષ્ટ કમ સંવર ભલેજી, આપડે મુખકેષ, સુહંકર૦ ૪ ઓરસીયે એકાગ્રતાજી, કેસર ભક્તિ કલોલ; શ્રદ્ધા ચંદન ચિતજી, ધ્યાન ઘેલ રંગરેલસુહ કર૦ ૫ ભાલ વહુ આણુ ભલીજી, તિલક તણે એહ ભાવ; જે આભારણ ઉતારીયેજી, તે ઉતારે પરભાવ. સુહેકર૦ ૬
યતના પૂર્વક નાન કરીએ અને મિથ્યાત્વરૂપ મેલને કાઢીએ-દૂર કરીએ. તપ દ્વારા અંગને સુકવી નાંખવું તે અંગુઠાથી-ટુવાલથી અંગને લૂંછી નિર્મળ કરવું એમ હું જાણું છું. ૩
ચિત્તમાં સંતોષ રાખવારૂપ ક્ષીરસમુદ્ર જેવા શ્વેત હૈતીયા સમજવા. આઠ કર્મને રોકવારૂપ સુંદર આઠ પડે મુકેશ સમજ. ૪
ચિત્તની એકાગ્રતારૂપ ચંદન-કેસર ઘસવાને આરસી સમજ. ભકિતના તરંગરૂપી કેસર સમજવું. શ્રદ્ધારૂપી ચંદન વિચારવું અને ધ્યાનરૂપી ઘળના રંગને રેલ વિચારે. ૫
કપાલ પર તિલક કરતાં એમ વિચારવું કે-હું પરમાત્માની આજ્ઞાને કપાળમાં-મસ્તકે ધારણ કરું છું. -વહન કરું છું. આભારણ ઉતારતા ભાવના કરવી કે- હું આત્મા માંથી પરભાવને ઉતારું છું,-તજી દઉં છું. ૬
Page #420
--------------------------------------------------------------------------
________________
ઠા
જે નિર્માલ્ય ઉતારિયેજી, તે તા ચિત્ત ઉપાધિ; પખાલ કરતાં ચિ'તવેાજી, નિમલ ચિત્ત સમાધિ. સુહુ કર૦ ૭ અગલુહુણાં એ ધર્મનાજી, આત્મ સ્વભાવ જે ચંગ જે આભરણ પહેરાવીએ”, તે સ્વભાવ નિજચ’ગ સહકર૦ ૮ જે નવવાડ વિશુદ્ધતાજી, તે પૂજા નવ 'ગ; પ'ચાચાર વિશુદ્ધતાજી તેડુ ફૂલ પંચગ. સુહૂકર૦ ૯ દીવા કરતા ચિંતવેાજી, જ્ઞાન-દીપક સુપ્રકાશ; નય ચિંતા ઘૃત પરિચુ’જી, તત્ત્વ પાત્ર સુવિલાસ. સુક૨૦ ૧૦
નિર્માલ્ય ( પ્રભુજી ઉપર ચઢેલા આગળના દિવસના ફૂલ વગેરે ) ઉતારતાં વિચારવું કે હુ· મનની બધી ઉપા— ધિઓને દૂર કરું છુ, પ્રક્ષાલ કરતી વખતે નિમ ળ ચિત્તની સમાધિ વિચારવી. ૭
દેશવરતિધમ અને સવિરતિધમ રૂપ એ અગલૂછશાથી આત્મસ્વભાવરૂપ અંગને શુદ્ધ કરીએ. પ્રભુજીને જે આભરણુ-આભૂષણ પહેરાવીએ, તે પેાતાના મનાહર આત્મ ભાવ ધારણ કરીએ. ૮
જે બ્રહ્મચર્યની નવ વાડનુ વિશુદ્ધપણું તે નવ અંગની પૂજા સમજવી. પાંચ આચાર (જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર તપઆચાર અને વીર્યાચાર )ની વિશુદ્ધતા તે પાંચ વષ્ણુના પુષ્પા સમજવા. ૯
દ્વીપકપૂજા કરતાં વિચારવું' કે— જ્ઞાનરૂપ દીપક અત્યંત પ્રકાશવાળા છે, તેમાં નયેાની વિચારણારૂપ ઘી પૂરેલું છે, અને નવતત્ત્વે રૂપ અત્ય'ત મનેાહર પાત્ર (કાડીયુ) છે. ૧૦
Page #421
--------------------------------------------------------------------------
________________
ધૂપ રૂપ અતિ કાર્યતાજી, કૃણાગરને જોગ; શુદ્ધ વાસના મહામહે છે, તે તો અનુભવ ગ, સુહંકર, ૧૧ મસ્થાનક અઠ છોડવાજી, તેહ અષ્ટ મંગલિક જે નૈવેદ્ય નિવેદીજી, તે મન નિશ્ચલ ટેક. સુહ કર૦ ૧૨ લવણ ઉતારી ભાવીએજી, કૃત્રિમ ધર્મને રે ત્યાગ; મંગલદીવે અતિભલજી, શુદ્ધ ધર્મ પરભાગ સુહંકર ૧૩ ગીત, નૃત્ય-વાજિંત્રનેજી, નાદ અનાહત સાર; શમરતિ રમણું જે કરી છે, તે સાચે થઈકાર. સુહકર૦ ૧૪
અતિ-વિવિધ પ્રકારની ક્રિયા (ચરણસિત્તરી, કરણસિત્તરરૂપ ક્રિયા )રૂપ કૃષ્ણાગરુના સંયેગવાળો ધૂપ કરે
અને તેમાંથી જે સંદર-શુદ્ધ સુગંધ મઘમઘે છે તે અનુભવ વેગ સમજ. ૧૧
આઠ મદસ્થાનેનો-આઠ મદને જે ત્યાગ કરે તે આઠ માંગલિક સમજવા. અને મનની નિશ્ચલ ટેક-મનની સ્થિરતારૂપ નિવેદ્ય મૂકવું. ૧૨
લવણ (લુણ) ઉતારતી વખતે કૃત્રિમ બનાવટી મિથ્યા ધમને ત્યાગ કરું છું તેમ વિચારવું. અને શુદ્ધ ધર્મના શ્રેષ્ઠ ભોગવટારૂપ-સેવનરૂપ સુંદર મંગળદીપક અત્યંત સુંદર છે. ૧૩
ગીત-નૃત્ય અને વાજિંત્રના અવાજરૂપ શ્રેષ્ઠ અનાહત નાદ સમજ. સમભાવમાં રમણતારૂપ સ્ત્રી તે સાચો થેઈ. કાર ( તાન) સમજવો. ૧૪
Page #422
--------------------------------------------------------------------------
________________
ભાવપૂજા એમ સાચવી, સત્ય વજા રે ઘંટ; ત્રિભુવન માંહે તે વિસ્તરેજી, ટાલે કમને કંટ, સુકર૦ ૧૫ એણે પરે ભાવના ભાવતાંજી, સાહેબ જસ સુપ્રસન્ન જનમ સફલ જગ તેહને, તેહ પુરુષ ધન ધન,
સુહ કર૦ ૧૬ પરમ પુરુષ પ્રભુ સામલા, માને એ મુજ સેવ; દૂર કરશે ભવ-આમલાજ, વાચક જસ કહે છે. સુહ કર૦ ૧૬.
આવી રીતે ભાવપૂજા સાચવીને સત્યરૂપ ઘંટ વગાડ કે જેને અવાજ ત્રણ ભુવનમાં વિસ્તાર પામે અને સત્યને વિસ્તાર થવાથી કર્મને કાંટે નાશ પામે-કમરૂપ કાંટે નીકળી જાય. ૧૫
આવી રીતે ભાવપૂજારૂપ ભાવના ભાવતાં સાહેબ જેની ઉપર પ્રસન્ન થાય. જેને આત્મા નિર્મળ થાય તેને જન્મ આ જગતમાં સફળ છે. એ પુરુષ અત્યંત ધન્ય છે. ૧૬
હે પરમ પુરુષ! શામળા પાર્શ્વનાથ પ્રભુ ! આ મારી ભાવપૂજા સેવાને આ૫ માન્ય કરો. મારી આ સંસારની વિટંબનાઓને દૂર કરો. એ પ્રમાણે વાચક યશવિજયજી કહે છે. ૧૭
(ગૃહસ્થ દ્રવ્યપૂજા કરતી વખતે મનમાં આ પ્રમાણે વિચારણા કરી ભાવપૂજા પણ સાથે કરે. મુનિ ભગવંતેને દ્રવ્યપૂજા ન હોવાથી ઉપર મુજબની વિચારણા દ્વારા શુદ્ધ ભાવપૂજા કરી શકે છે. )
Page #423
--------------------------------------------------------------------------
________________
sex
મનમ`દિરમ' આપે.
મનમ'શ્મિ' આપે. જિણંદરાય, મનમ'દિચે માચે; તવ મે વિવિધ ગતિ સમકિત ગુણ,ફૂલ પગર વિચાર્યે 1 પ્રીતિ અધ્યાત્મથાલ ભરીને, ધી-ગુણ મેાતી વધાએ; ચારિત્ર ગુણ ચદ્રોદય સુંદર, ઝાકઝમાલ મનાએ જિ૦ ૨ સુરભિ પવનને' અશુભ દુર્િત તજ, દશ દિશ દૂર ઉઠાએ; નિર્વિકલ્પ સ’કલ્પ સુખા રે, મૃદુતા પાટ બિછાએ જિ૦ ૩
ઉચિત વિવેક સિ’હાસન ઉપરે, પાવન પાસ બેઠાએ; વિધિ અનાશાતન ચામર વિજિત છત્ર સુધ્યાન ધરાએ.જિ૦૪
હૈ જિનેન્દ્રરાજ ! મારા મનમંદિરમાં પધારો. આપ મારા મનમદિરમાં પધારો ત્યારે વિવિધ પ્રકારની યુક્તિએથી સમકિત ગુરૂપ પુષ્પાના સમૂહ આપને માટે ચુ. ૧
અધ્યાત્મપ્રીતિરૂપ થાળ ભરીને બુદ્ધિના આઠ ગુરૂપ માતીએથી વધાવું. ચારિત્રગુણરૂપ ઝાકઝમાલ-દેદીપ્યમાન સુદર ચાંદરવા બનાવ્યેા છે. ૨
સુગંધિ પવનથી અશુભ એવી પાપરૂપી રજ દશેય દિશામાં ઉડાડી દીધી છે. નિર્વિકલ્પ સ'કલ્પરૂપ ઉત્તમ દરવાગે મૃદુતારૂપી પાટ ગેાઠવી છે. ૩
પાવનકારી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચૈાગ્ય એવા વિવેકરૂપી સિ'હાસન ઉપર બેઠા, વિધિપૂર્વક આશાતનાએને ત્યાગ કરવારૂપ ચામરેથી વિઝાયેલા તે પ્રભુને ઉત્તમ ધ્યાનરૂપ છત્ર ધારણ કર્યું. ૪
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૮૫ જ્ઞાનવિમળ પ્રભુ હરખિત હુએ તવ,
દેવતમાં જસ વાએ શુદ્ધ સુધ અક્ષયનિધિ જિન છે,
સહજે સકલ ગુણ થાઓ, જિ. ૫
પ્રભુજીના ધ્યાનથી આનંદ
( રાગ-ભીમપલાસ) પ્રભુ તેરે મેહન હૈ મુખ મટક, નિરખી નિરખી અતિ હરખિત હવે,
અનુભવ મેરે ઘટકે. પ્રભુત્વ છે સહજ સુભગતા સમતા કેરી, એહિ જ ચરણકે ચટકે; દરિશન જ્ઞાન અક્ષય ગુણનિધિ તુમ, દીઓ પ્રેમ તસ કટકે.
તે વખતે જ્ઞાનવ નિર્મળ (સ્તવન કર્તા જ્ઞાનવિમલસૂરિએ પિતાનું નામ સુચવ્યું) એવા પ્રભુ તે વખતે હર્ષિત થયા. દેવતાઓમાં યશ ગવાયે. શુદ્ધ જ્ઞાનના અક્ષય ભંડાર રૂપ એવા શ્રી જિનેશ્વરદેવની ભક્તિથી સહજપણે સર્વ ગુણોની પ્રાપ્તિ થાય છે. ૫
હે પ્રભુ! તમારા મુખને મટકો આનંદ ઉપજાવે છે. તેને જોઈ-જોઈને મારા આત્માને અનુભવ અત્યંત હર્ષ પામે છે. ૧
સમતાનું સ્વાભાવિક સૌભાગ્ય પ્રાપ્ત થવું એ ચારિત્રની નિશાની છે. હે પ્રભુ! તમારા પાસે દર્શન, જ્ઞાન અને
૨૫
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૮૬ શુદ્ધ સુવાસના સુરભિ સમીરે, મિશ્યામત રજ ઝટકો દંભ પ્રપંચ જોર જિમ ન હોય, પટક કરકે મોહ નટકે.
ધર્મસંન્યાસ યોગ શિરપાગત, બંધત પર જય પટકે; દર્શન ચકે કર્મ પતિસું, કરત સદા રણ ટકે. પ્રભુ ૪ વીતરાગતા દિલમેં ભાસત, નહીં અવર ખલ ખટકે; પૂરવ સંચિત પાતક જાતક, અમથી દૂરે સટકે. પ્રભુ ૫ જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન પસાથે ભવે ભવે ભવી નહિ ભટકે; આઈ મિલે મ્યું એકી ભાવે, શિવસુંદરી કે લટકે. પ્રભુ ૬ અક્ષયગુણને ખજાને છે, તેમાંથી એક કટકો મને પ્રેમપૂર્વક આપે. ૨
શુદ્ધ ભાવનારૂપી સુગંધી વાયુથી મિથ્યાત્વરૂપી રજને દૂર કરો. મોહરૂપી નટને એવી રીતે પટકી નાખો-પાડી નાંખે કે જેથી દંભ અને પ્રપંચનું જોર ન ચાલે. ૩
મસ્તક ઉપર ધર્મસંન્યાસ ગરૂપ પાઘડી બાંધે. તેની ઉપર બીજા શત્રુને જીતવારૂપ વસ્ત્ર બાંધો અને દર્શનસમ્યકત્વરૂપ ચક્ર વડે કર્મરાજા સાથે હંમેશા યુદ્ધ કરો. ૪
હૃદયમાં વીતરાગપણને પ્રકાશ થાઓ. બીજે કપટભાવ ન રહે. પૂર્વે બાંધેલા પાપને સમૂહ અમારાથી દૂર ભાગી ભાવ-નાશ પામે. ૫
શ્રી જ્ઞાનવિમલસૂરિ મહારાજ કહે છે કે-પ્રભુના ધ્યાનના પ્રસાદથી ભવ્ય પ્રાણું વારંવાર સંસારમાં ભટકતા નથી. લટકાળી શિવસુંદરી એકવભાવથી આવી મળે છે. ૬
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૮૭
દ્રવ્યપૂજા અને ભાવપૂજા
(તે દિન કયારે આવશે–એ દેશી) શ્રી અરનાથની સેવાના, નવગામ ભંગ પ્રમાણ ચાર નિક્ષેપે અકરી, રત્નત્રયી ગુણ ખાણ, શ્રી. ૧ દિવ્યભાવ ભેદે કરી, કરતા આતમ હેત;
અદયવસાયની શુદ્ધતા, લહે શ્રદ્ધાન સમેત, શ્રી. ૨ કપૂર ચંદન કુસુમ કરી, પૂજે જિનવર અંગ; અક્ષત દીપ ને ધૂપણ. ફલ ઠવીએ ચંગ. શ્રી. ૩ ભાવપૂજા માંહી ભાવતે, ૨પાતીત સ્વભાવ; જ્ઞાનાન દે પૂરણે, પ્રગટય કર્મ અભાવ, શ્રી ૪
નય, ગમ, ભંગ અને પ્રમાણથી ચાર નિક્ષેપા (નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ) વડે અલંકૃત શ્રી અરનાથ જિનેશ્વરની સેવા રત્નત્રયી (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ના ગુણોની ખાણરૂપ છે. ૧
શ્રદ્ધા સહિત દ્રવ્ય અને ભાવથી બી જિનેશ્વરની પૂજા આત્માના હેતુથી કરવાથી જીવ અધ્યવસાયની શુદ્ધતા પામે છે. ૨
કપૂર, ચંદન અને પુષ્પથી શ્રી જિનેશ્વરના અંગને પૂજે. અક્ષત, ધૂપ, દીપ અને ઉત્તમ ફળ શ્રી જિનેશ્વરની આગળ સ્થાપન ક. ૩
શ્રી જિનેશ્વર પરમાત્માની ભાવપૂજા કરતી વખતે પરમાત્માના રૂપાતીત સ્વભાવની ભાવના ભાવે. જે સ્વભાવ
Page #427
--------------------------------------------------------------------------
________________
gee
અથવા ભાષ સ્તવન કરે, અનુભવ મણ રમતા ખિમાવિજય જિન નામથી, ઉત્તમ સુખ વિલસત, શ્રી૦ ૫
હું પ્રભુજી ! મનમ`દિરમાં પધારા.
આવેા આવે! મુજ મન રે રે,
પાઁચાચાર બિછાવણાં,
સમરાલુ સમકિત વાસ, હૈ। મુણિ ।!
પંચગી રચના તાસ હેા મુણિ આવે૦ ૧
સિજ્જા મૈત્રી ભાવના,
ગુણમુદિતા તળાઇ ખાસ હૈ। મુણિ;
ક્રમા અભાવ થવાથી જ્ઞાન અને ચારિત્રથી પૂર્ણ પણે પ્રગટ થયા છે. ૪
અથવા આત્માના અનુભવમાં રમણ કરવારૂપ આત્માના સ્વભાવની વિચારણારૂપ ભાવ સ્તવના કરો. ક્ષમા દ્વાશ વિજય પ્રાપ્ત કરનાર શ્રી જિનેશ્વરના નામથી જીવ ઉત્તમ સુખના વિલાસ કરે છે. શ્રી ક્ષમાવિજયજીના શિષ્ય શ્રી ઉત્તમવિજયજી મહારાજ એમ કહે છે. )
હે શ્રી વાસુપૂજ્ય જિનરાજ ! તમે મારા મનમ'દિમાં પધારો. આપના માટે સમકિતરૂપી આવાસને સમરાવું છુ, -ચાક્ખા કરૂ' છું, પ'ચર'ગી રચનાવાળી પ'ચાચારરૂપી શેત રંજી પાથરૂ છુ, ૧
આ સમકિતરૂપી નિવાસગૃહમાં મૈત્રી ભાવનારૂપી શય્યા
Page #428
--------------------------------------------------------------------------
________________
ઉપશમ ઉત્તર-છઠ્ઠ મન્યા,
તિહાં કરુણા કુસુમ સુવાસ હૈ। સુણિંદ, આવેશ૦ ૨
સ્થિરતા આસન આપણ્યું,
૩૮૯
તપ તક્રિયા નિજ ગુણ ભાગ હૈ, મુણિ
શુચિતા કેસર છાંટણાં,
અનુભવ ત’બાળ સુરંગ હૈ। મુણિ, આવેા૦ ૩
ખાંતિ ચામર વિજી,
વળી મૃદુતા ઢાળે વાય હૈ। મુણિ;
છત્ર ધરે ઋજુતા સખી,
નિલઁભ આળાંસશે પાય હૈ। મુણિ', આવા૦ ૪ છે. ગુણીજનાના ગુણ દેખી હષિત થવારૂપ પ્રમાદ ભાવના રૂપી તળાઇ-ગાદી પાથરી છે. ઉપશમભાવરૂપી આછાડ પાથયેા છે, અને તેની ઉપર કા ભાવનારૂપ સુગંધી પુષ્પા પાથર્યાં છે-બીછાવ્યાં છે. ૨
આપ પધારો ! આપને સ્થિરતારૂપી આસન આપશું. તપરૂપી તકીયા (ઢી'ચણીયા ) મુકીશું. આત્મગુણના ભાગવટારૂપી ભેાજન પીરસીશું. શુચિતારૂપ-પવિત્રતારૂપ કેસરના છાંટણાં કરીશું અને સારા રંગવાળું અનુભવરૂપ તમેાળપાનનું બીડુ' આપશું. ૩
આપ મારા મનમદિરમાં પધારા. આપને ક્ષમારૂપી સખી ચામર વી'જશે. મૃદુતારૂપી સખી વાચુ નાંખશે. ઋજુતારૂપી સખી આપના મસ્તકે છત્ર ધારણ કરશે અને નિભતા આપના ચરણને સાક્ કરશે. ૪
Page #429
--------------------------------------------------------------------------
________________
સત્ય સચિવને સોંપયુ,
આતમ સત્તા શુભ ચેતના,
અરજ સુણીને આવીયા.
૩૯૦
પરણાવુ' આજ મુહૂત હૈા મુણિ'. આવા૦ ૫
સેવા વિવેક સંયુત હૈ, મુદ્રિ;
આચ્છવ રંગ વધામણાં
જયાન જૈન નિરુપમ દેહુ હે! મુણિ ;
થયા ક્ષમાવિજય જિન ગહ હૈ। મુણિદ આવે૦ ૬
મનમંદિરમાં પ્રભુજીને પધરાવા દેહ-ગેહ સેાહાવીએ, મન દેહરાસર ખાસ;
સેભાગી સાજના ! નિજ ગુણ રુચિ સિંહાસને, થાપા દેવ મુપાસ,
સે॰૧
વિવેક સહિત સત્ય સચિવને આપની સેવા માટે સેાંપ અને આજે સારા મુહૂર્ત શુભ ચેતનાવાલી આત્મસત્તાને આપની સાથે પરણાવશું. ૫
આ પ્રમાણે વિનંતિ સાંભળીને નિરુપમ શરીરવાળ જયા માતાના પુત્ર શ્રી વાસુપૂજય જિનેશ્વર પધાર્યાં. શ્ર ક્ષમાવિજયજી મહારાજ કહે છે કે-શ્રી જિનેશ્વરદેવ ઘરે પદ્મારવાથી ઉત્સવર્ગના વધામણા થયાં. ૬
હું સૌભાગી સજ્જન ! દેહરૂપી ઘરને સુશોભિત કરી મનરૂપી દેરાસરની અંદર આત્મગુણુની રુચિરૂપસિંહાસનમાં શ્રી સુપાર્શ્વનાથ દેવને સ્થાપન કરશે. ૧
સમકિતરૂપ દ્વારને વિષે મૈત્રીભાવરૂપી તારણુ બાંધે.
Page #430
--------------------------------------------------------------------------
________________
-
૩૯ો સમકિત બારણે બાંધીએ, તેરણ મિત્રી ભાવ સેટ ગુણીજન ગુણ અનુમોદના સરસ સુવાસ બનાય. સેર ૨ કરુણા શીતળ જળ ભરે, સંવર ભૂમિ સમાર, સે૦ મધ્યસ્થ ભાવના મંડપ, રથના ભાવના બાર, સે3 ચંદ્રોદય ધર્મધ્યાન, પંચાચાર ચિત્રામ; સે૦ ઉત્તર ગુણ આરાધના, ઝબકે મેતી દામસે૦ ૪ આરસીઓ અપ્રમત્તતા, અનુભવ કેસર ઘોળ; સે૦ ક્ષપકશ્રેણી આરહા, પૂજના ભક્તિની છોળ. સેવ ૫ શુકલ યાનાનલ ધૂપીએ, ચારિત્ર મિહની ચુરી; સો૦ પ્રગટ અનંત ચતુષ્ટયી, ખિબાવિજય જિન પૂરી. સે. ૬
ગુણવંત જનોના ગુણેની અનુમોદનારૂપી સરસ સુગંધીથી સુક્ત મનમંદિરને બનાવે. ૨
કરુણા ભાવનારૂપી શીતળ જળના સમૂહથી સંવરરૂપી ભૂમિને સિંચન કરો. મધ્યસ્થ ભાવનારૂપી મંડપમાં બાર ભાવનારૂપ રચના કરી. ૩
તે મંડપમાં ધર્મધ્યાનરૂપ ચંદરે બાંધે અને જ્ઞાનાચાર વગેરે પાંચ આચારરૂપ ચિત્રો ચિતરો. ઉત્તર ગુણોની આરાધનારૂપી મોતીઓની માળાઓ લટકા. ૪
અપ્રમત્ત દશારૂપ એરસીયા ઉપર અનુભવરૂપી કેસરને ઘેળો (વા) ક્ષપકશ્રેણીએ ચઢવારૂપી પ્રભુજીની ભક્તિની છળથી પૂજા કરો. ૫
ચારિત્રમોહનીયના ચૂરેચૂરા કરી શુકલધ્યાનરૂપી
Page #431
--------------------------------------------------------------------------
________________
અનુભવ ભવને બેઠા નાથ. સમકિત દ્વાર ગભારે પસતાજી,
પા૫ડલ ગયા દૂર રે, મેહન મરૂદેવીને લાડલ,
દીઠ મીઠે આનંદ પૂર રે. સમર ૧ આયુ વરજિત સાતે કરમની છે,
સાગર કેડાછેડી હીણ રે; સ્થિતિ પઢમ કરણે કરી,
વીય અપૂરવ મેઘર લીધ રે, સમ૦ ૨
અગ્નિથી ધૂપ કરો. શ્રી ક્ષમા વિજયજી મહારાજ કહે છે કેશ્રી જિનેશ્વદેવને સંપૂર્ણ અનંત ચતુષ્ટયી (અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય) પ્રગટ થયેલ છે. ૬
સગ્મફત્વરૂપી ગભારાના દરવાજે પ્રવેશ કરતાં પાપરૂપી આંખના પડળ દૂર ગયા. મોહ પમાડે એવા મીઠા શ્રી મરૂદેવા માતાના પુત્ર શ્રી ઋષભદેવ ભગવાનને ઘણું જ આનંદથી પૂર્ણ થઈ મેં જોયા. ૧
આયુષ્યકમને છોડી જ્ઞાનાવરણીય આદિ સાત કમની સ્થિતિ પ્રથમ યથાપ્રવૃત્તિકરણથી એક કડાકેડી સાગર'પમથી કાંઇક ઓછી-અંત કેડીકેડી સાગરોપમની કરી નાંખી, અને પછી અપૂર્વકરણરૂપી મેગાર-મુગર લીધું. ૨
Page #432
--------------------------------------------------------------------------
________________
૩૦૩
ભુંગળ ભાંગી આદ્ય કષાયનીજી,
મિથ્યાત્વમેહની સાંકળ સાથ રે; દ્વાર ઉઘાડયા શમ-સવેગના,
અનુભવભવને બેઠે નાથ રે. સમ૦ ૩ તોરણ બાંધ્યું જીવદયા તણું છે,
સાથીયે પૂ શ્રદ્ધારૂ૫ રે; ધૂપઘટી પ્રભુગુણ અનુમોદનાજી,
ઘી-ગુણ મંગળ આઠ અનૂ૫ રે, સમ૦ ૪ સંવર પાણી અંગ પખાલણેજી,
- કેસર ચંદન ઉત્તમ ધ્યાન રે; આતમગુણરુચિ મૃગમદ મહમહેજી,
પંચાચાર કુસમ પ્રધાન રે. સમ૦ ૫
( તે અપૂર્વકરણરૂપી મુદ્ગર વડે કરીને મિથ્યાત્વ મેહનીયરૂપ સાંકળની સાથે પ્રથમ અનંતાનુબંધી કષાયરૂપી ભગળને તોડી નાંખી અને નાથ–પરમાત્મા અનુભવરૂપી ભવનમાં બેઠેલા છે, તેમને જોયા. ૩
( સમકિતરૂપી ગભારાના દ્વાર ઉપર જીવદયારૂપી તેરણ બાંધ્યું અને શ્રદ્ધારૂપી વસ્તિક ક્યો. પ્રભુને ગુણોની અનુ. મેદનારૂપી ધૂપની ઘટી ધારણ કરી. અને બુદ્ધિના આઠ ગુણરૂપ આઠ મંગળ અનુપમ આલેખ્યાં. ૪
( સંવરરૂપી જળથી પ્રભુજીના અંગે પ્રક્ષાલ કર્યો, ઉત્તમધર્મ ધ્યાન અને શુકલધ્યાનરૂપ ચંદન-કેસરથી પ્રભુજીના અંગે પૂજા કરી. આત્મગુણેની રુચિરૂપી કરતુરી સુગંધ
Page #433
--------------------------------------------------------------------------
________________
કહ૪ ભાવપૂજીએ પાવન આતમાજી,
પૂજે પરમેશ્વર પરમ પવિત્ર રે કારણોને કારજ નીપજે છે.
ખિમાવિજય જિન આગમ રીત રે. સમ ૬
તુમશું રંગ લાગ્યા. મુજ મનડામાં તું વસ્યો છે, ક્યું પુષ્પોમાં વાસ રે અળગે ન રહે એક ઘડી રે, સાંભરે શ્વાસોશ્વાસ, તુમશુ રંગ લાગ્યું, રંગ લાગ્યો સાતે ધાત, તુમ૦ રંગ લાગે શ્રી જિનરાજ,
રંગ લાગ્યો ત્રિભુવન નાથ. તુમશું૦ ૧
E
પ્રસરાવી રહી છે, મઘમઘી રહી છે. અને પાંચ આચાર (જ્ઞાનાચાર વગેરે) રૂપી શ્રેષ્ઠ પુપો ભાવપૂજામાં લાવવામાં આવ્યા છે. ૫
પરમ પવિત્ર એવા પરમેશ્વરને આ રીતે ભાવપૂજાએ કરીને પૂજવાથી આત્મા પવિત્ર બને છે. કારણરૂપ પરમાત્માના ચોગે મોક્ષરૂપ કાર્ય શ્રી જિનેશ્વર ભગવંતના શાસ્ત્ર- આગમ પ્રમાણે પૂજા કરવાથી ઉત્પન્ન થાય છે એમ, શ્રી ક્ષમાવિજયજી મહારાજ કહે છે. ૬
હે જિનેશ્વર પ્રભુ! જેમ ફૂલની અંદર સુગંધ હેલી છે, તેમ તમે મારા મનમાં વસ્યા છે. તમે મારાથી એક ઘડી પણ અલગ રહેતા નથી. તમે મને શ્વાસે શ્વાસે-દરેક શ્વાસોશ્વાસે યાદ આવે છે. હું ત્રણ ભુવનના નાથ શ્રી
Page #434
--------------------------------------------------------------------------
________________
શીતલસ્વામી જે દિન રે દીઠો તુજ દેદાર રે; તે દિનથી મન માહરે, પ્રભુ લાગ્યું તાહરી લાર, તુ ૨ મધુકર ચાહે માલતી રે, ચાહે ચંદ ચકોર રે; તિમ મુજ મનને તાહરી, લાગી લગન અતિ જેર.
ભરે રેવર ઉલટે રે, નદીયા નીર ન માય; તે પણ યાચે મેઘરે, જેમ ચાતક જગમાંય. તેમશું. ૪ તેમ જગમાંહિ તુમ વિના રે, મુજ મન નાવે કે રે; ઉદય વદે પદ સેવના રે, પ્રભુ દીજે સન્મુખ હેય,
તુમણું૦ ૫ જિનેશ્વદેવ! મને તમારી સાથે એ રંગ લાગ્યા છે કે મારી સાતે ધાતુ તમારા પ્રત્યેના ભક્તિરંગથી રંગાઈ ગઈ છે. ૧
હે શ્રી શીતલનાથ પ્રભુ! મેં જે દિવસે તમારી મૂર્તિ જોઈ તે દિવસથી મારું મન તમારા ઉપર લાગ્યું છે. ૨
જેમ ભ્રમર માલતી પુષ્પને ચાહે છે, ચકોર પક્ષી જેમ ચંદ્રને ઈચ્છે છે, તેમ મારા મનને તમારી લગની અત્યંત જોરદાર લાગી છે. ૩
સરોવર પાણીથી છલોછલ ભરાયેલા હોય, નદીઓમાં પાણી માતું ન હોય, તે પણ જેમ ચાતક પક્ષી જગતમાં મેઘને જ યાચે છે-મેઘ પાસે માગણી કરે છે. ૪
તેમ તમારા સિવાય મારા મનમાં કોઈ આવતું નથી. શ્રી ઉદયવિજયજી મહારાજ કહે છે કે હે પ્રભુ! મને સન્મુખ થઈ તમારા ચરણની સેવા આપે. ૫
Page #435
--------------------------------------------------------------------------
________________
મંદિરનિર્માણ અને મૂર્તિપૂજા. " અનુભવસિદ્ધ જ્ઞાની પુરૂષોએ પિતાની કૃતિઓમાં ગાયું છે કે દેહ ગેહ સેહાવીએ, મન દેરાસર ખાસ. (પં. શ્રી ખિમાવિજયજી મ. કૃત સ્તવનમાંથી.) “ રહો રેવા ગ્રોવતઃ ” એ ઉક્તિ અનુસાર અહીં દેહની અંદર મંદિરની ભાવના કરવામાં આવી છે. મંદિરમાં જેમ સભામંડપ, રંગમંડપ અને ગર્ભગૃહ (ગભારે) હોય છે, તેમ મનુષ્યદેહમાં ઔદારિક શરીર, તેજસ શરીર અને કાર્પણ શરીર રહેલાં છે “ જીવો રેવા સનાતન: ” એ વચન અનુસાર કાર્મણ શરીરના ગર્ભગૃહમાં આત્મદેવ બિરાજમાન છે. આપણું આ માનવદેહરૂપી મંદિરમાં જિનદશાનો અનુભવ કરવાને છે.
જિનદશા એટલે ઈન્દ્રિયોને પ્રત્યાહાર અને મનની બહિર્મુખતાને પરિહાર. આ દશા પ્રાપ્ત કરવા માટે પર માત્માના નામરૂપ મંત્રને અભ્યાસ ઘણે જોઈએ. - મંત્રજપ વખતે મન, પવન અને અર્થભાવનયુક્ત મંત્ર, એ ત્રણેની એકતા થવી જોઈએ. શ્વાસ લેતાં “નમો અને શ્વાસ મૂકતાં “fહેંતાળ” એ રીતે શ્વાસોશ્વાસ સાથે મંત્ર જાપ થવાથી શ્વાસનુસંધાન થાય છે. તાત્પર્ય એ. છે કે શ્વાસોશ્વાસ, મન અને અર્થભાવનયુક્ત મંત્ર એ.
Page #436
--------------------------------------------------------------------------
________________
ત્રણે એક સાથે રહે ત્યારે તેને શ્વાસાનુસંધાન યુક્ત મંત્ર જાપની ક્રિયા કહેવાય છે. શ્વાસે શ્વાસરૂપ પવન, તેની સાથે મન અને મંત્રના અર્થનું જ્ઞાન એ ત્રણે એક થતાં જાપમાં એકાગ્રતા આવે છે અને જાપમાંથી ધ્યાન અને ધ્યાનમાંથી લયદશા પ્રાપ્ત થાય છે. આવી લયદશા જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે અનાહત ધ્વનિનું શ્રવણ થવા લાગે છે.
( ઔદારિકમાંથી ચિત્તવૃત્તિનો પ્રવાહ તેજસ સુધી પહેચતાં આ વનિ સંભળાવા લાગે છે. પવન અને તેજસ શરીરના ઘર્ષણથી શ્વાસોશ્વાસને જે ધ્વનિ ઉત્પન્ન થાય છે, તે અનાહતવનિ અર્થાત્ અનાહતનાદ છે
પ્રાણ, વાણી અને રસવડે જેમ જેમ જાપમાં આગળ વધાય છે અને ચિત્તવૃત્તિ જેમ જેમ વધુ અંતર્લયવાલી તથા વધુ એકાગ્ર બને છે, ત્યારે પ્રથમ તમરાના અવાજ જે, પછી ઘંટના અવાજ જે, પછી શંખના અવાજ જે, પછી દિવ્ય મધુર વાજીંત્રના અવાજ જે એમ ભિન્ન ભિન્ન અવાજ સંભળાય છે.
પ્રાણનો સંબંધ શ્વાસોશ્વાસની સાથે છે, વાણુને સંબંધ મંત્રની સાથે છે અને રસનો સંબંધ મનની સાથે છે. પ્રથમ ભૂમિકા પ્રાણની છે, બીજી ભૂમિકા વાણની છે અને ત્રીજી ભૂમિકા મન (રસ) ની છે. મન જેમ જેમ અંતર્મુખતામાં પ્રવેશતું જાય છે અને જેમ જેમ શાન્ત પડતું જાય છે, તેમ તેમ (રાતે મત થોતિઃ પ્રારા શાન્તમામના
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૯૮
સÄ) આત્માનિ સાહજિક ન્યાતિ પ્રકાશવા લાગે છે અને અંતે તેમાંથી અનુભવ દશા પ્રાપ્ત થાય છે.
મદિરના પ્રથમ મડપની અ'દર પ્રવેશ કરતાં જે ઘટ વગાડવામાં આવે છે, તે ઉપર કહેવામાં આવ્યું છે તે ધ્યાનમાં સભળાતા અનાહત નાદના વિવિધ ધ્વનિના સ’કેત રૂપ છે. તથા મંદિરમાં શ'ખ, નાખત આદિ રાખવામાં આવે છે તે પણ અનાહત નાદના પ્રતીકરૂપ છે. કહ્યું છે કે
ગીત નૃત્ય વાજીંત્રનાજી, નાદ અનાહત સાર ’ ( મહાપાધ્યાય શ્રી યશેવિ॰ મ॰ કૃત સ્તવનમાંથી ) અર્થાત્ મંદિરમાં વગાડવામાં આવતા વાજીંત્રે અનાહત નાદના પ્રતીક છે. અનાહતનાદ મતે અનુભવજ્ઞાનમાં પરિણમે છે.
સર્વ દુ:ખ અને કલેશેાથી છૂટવાના અને પરમશાંતિ મેળવવાના મા એક આત્મજ્ઞાન છે. સાંભળીને થયેલું આત્મજ્ઞાન એ પરાક્ષ છે. અનુભવીને થયેલ' જ્ઞાન એ અપ રાક્ષ છે આંતર જન્મ્યાતિ પ્રગટાવી અદર બિરાજમાન આત્માને જે પ્રત્યક્ષ ખતાવે તે અનુભવ જ્ઞાન છે.
મદિર નિર્માણ અને મૂર્તિપૂજામાં આત્મસાક્ષાત્કારને અનુભવ ક્રમ સાંકેતિક શબ્દમાં બતાવવામાં આવ્યા છે.
અષ્ટપ્રકારી પૂજામાં ધ્યાન દ્વારા થતી અનુભૂતિના ક્રમ કેવી સાંકેતિક ભાષામાં ગુંથી લેવામાં આવ્યા છે, તે હવે પછીના પ્રકરણમાં બતાવવામાં આવશે.
Page #438
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક દષ્ટિએ
અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય અભિષેક પૂજા–રોગવિષયક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ મનુષ્યના મસ્તકના ઉપરના ભાગમાં બ્રહ્મરંધ્ર છે. ત્યાં હજાર પાંખડીવાળું કમળ છે. તે કમળમાં પરમાત્મા બિરાજે છે. તે સાકાર પરમાત્માના મસ્તક ભાગમાંથી અમૃતરસ ઝરે છે. પરમાત્માની અભિષેક પૂજા વખતે એ રીતે ભાવના ભાવી શકાય કે શરીરમાં રહેલ મેરૂદંડની ટોચ ઉપરથી અમૃતરસ ઝરે છે. '
પુષ્પપૂજા–મનુષ્યના શરીરમાં હદય આદિ ભિન્ન ભિન્ન સ્થાનમાં કમળના આકારે ચકો હોય છે. તે ચક્રો બીડાયેલા હોય છે. પરમાત્માની પુપપૂજા દ્વારા તે ચક્રો (કમળ) વિકસ્વર બને એવી ભાવના કરવામાં આવે છે.
ગંધપૂજા–ચંદન, કેશર આદિ સુગંધી દ્રવ્ય દ્વારા વિકસિત થયેલાં ચકો (કમળો) ની સુગંધને અનુભવ લેવાને છે, તેના પ્રતીકરૂપે ગંધપૂજા છે.
પપૂજા–આત્મા જ્યારે પિતાની અંદર પરમાત્મદશાને અનુભવ કરે છે, ત્યારે કર્મ બળે છે અને તેની ધૂમાડી જેવી શિખા બહાર નીકળે છે, તેના પ્રતીકરૂપે ધૂપ
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૦
'
પૂજા કરવામાં આવે છે. · ધૃપ ધ્યાન ઘટા અનુસરીયે રે, હા મનમાન્યા માહનજી.
""
દીપકપૂજા—પ્રાચીન મશિના ગભારામાં અધારૂ હાય છે. તેમાં ચૈતન્ય દેવ બિરાજે છે. દીપક થાય ત્યારે જ પરમાત્માનું દર્શન થઈ શકે છે, કામણુ શરીરનુ' પ્રતીક ગભારા છે. તેમાં આત્મદેવ બિરાજે છે. અનુભવરૂપી દ્વીપક પ્રકાશિત થતાં ચૈતન્ય દેવનું' દર્શન શકય બને છે.
અક્ષતપૂજા—આપણા આત્માનું અખડ અક્ષય સ્વરૂપ છે, તેના પ્રતીકરૂપ અક્ષતપૂજા છે.
ફળપૂજા—પરમાત્મા પાસે જે ફળ મૂકવામાં આવે છે, તે શુભ-અશુભ કર્મ ફળનાં ત્યાગરૂપે છે, કર્મોના શુભાશુભ ફળના હું કર્તા કે ભાતા નથી અને હું ક્રમફળથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ છું, તેવી અનુભૂતિના પ્રતીકરૂપે ફળપૂજા કરવામાં આવે છે,
નૈવેઘપૂજા—નૈવેદ્યપૂજા એ આત્મનિવેદનના પ્રતીક
રૂપે છે.
આરતી અને મંગળ દીવા—આરતી પાંચ જ્ઞાનનું પ્રતીક છે. અને મંગળદીવા એ કેવળજ્ઞાનનું પ્રતીક છે. સાધનામાં સ્વલક્ષી આરાધના વિશેષ ઉપયાગી છે.
ભૌતિક વિજ્ઞાન, ટેલિફાન,ટેલિવિઝન અને રેડીયેા દ્વારા દૂર દર્શન, દૂર શ્રવણુ કરી શકાય છે, તેમ ચૈતન્યવિજ્ઞાન દ્વારા મહાવિદેહ, સીમ‘ધરસ્વામી અને તેમની વાણીનુ દર્શન,
Page #440
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રવણાદિ થઈ શકે છે.
આધ્યાત્મિક સાધનાને મુખ્ય સૂર બહિર્મુખતાને ત્યાગ કરી અંતર્મુખ બનવું અને અંતર્મુખ બની પરમાત્મદશાને અનુભવ કરે તે છે. કેવળજ્ઞાન એટલે સંપૂર્ણજ્ઞાન અને જ્ઞાનમાં સ્થિરતા તે ચારિત્ર છે. આ આધ્યાત્મિક અર્થ છે. અહીં મંગળદી એ કેવળજ્ઞાનનું પ્રતીક છે.
આ રીતે અષ્ટપ્રકારી પૂજામાં ધ્યાન દ્વારા થતી અતુભૂતિને ક્રમ સાંકેતિક ભાષામાં ગુંથવામાં આવ્યું છે. તેનું વિશેષ રહસ્ય ગુરુગમથી જાણવું જરૂરી છે.
કોન્સર્ગનું સ્વરૂપ, ઉપવાસથી ઈન્દ્રિયજય, મનેનિગ્રહ, વાસનાક્ષય અને પ્રાણસિદ્ધિ થાય છે. ઉપવાસ ત્રણ પ્રકારનાં છે. વાણીને ઉપવાસ મૌન છે, મનને ઉપવાસ તે સ્થાન છે અને શરી. રને ઉપવાસ તે આહારત્યાગ અને એક સ્થાને સ્થિર આસન છે.
શરીરના ઉપવાસથી ઈન્દ્રિયોનો જય, મનના ઉપવાસથી મને નિગ્રહ તથા વાણના ઉપવાસથી પ્રાણને વિજય થાય છે. કાર્યોત્સર્ગમાં ત્રણ પ્રકારના ઉપવાસને લાભ મળે છે. ત્રણ પ્રકારના ઉપવાસ સામટા થવાથી વાસનાને ક્ષય છે.
ઇન્દ્રિયનિગ્રહ, મને નાશ, અને વાસનાક્ષયનું પરમ કારણ હોવાથી કાયોત્સર્ગની ક્રિયાને શાસ્ત્રમાં અત્યંત૨ તપનો ઉત્કૃષ્ટ ભેદ કહ્યો છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૦૨
આહારત્યાગરૂપ ઉપવાસની સાથે જેમાં મૌન, ધ્યાન અને એક સ્થાને સ્થિર થવાની ક્રિયા થાય છે, તે કાત્સગને અભ્યાસ પાડવામાં આવે તે તપને હેતુ જે કમક્ષય છે, તે અવશ્ય સિદ્ધ થાય છે. કાર્યોત્સર્ગમાં કમને આવવાના દ્વાર મન, વચન અને કાયા, તેને નિરોધ થાય છે અને કર્મક્ષયનાં કારણ ઇન્દ્રિયજય, મને નિગ્રહ, અને વાસનાક્ષયનું સેવન થવાની સાથે પ્રાણસિદ્ધિ કે જેનું બીજું નામ વિલાસની વૃદ્ધિ છે, તેને પણ લાભ મળે છે.
સ્થાન, મન અને ધ્યાન વડે થતે કાયાને ઉત્સર્ગ અનુક્રમે દેહ, વાણી અને મન ઉપર પ્રભુત્વ અપાવે છે. દેહ, વાણી અને મન ઉપર પ્રભુત્વ પ્રાપ્ત થવાથી પ્રાણશક્તિઓને સંચય થાય છે. પ્રાણશક્તિઓના આ સંચયનું બીજું નામ સંયમ છે. એ સંયમ સર્વ પ્રકારની સિદ્ધિઓનું બીજ .
ગદર્શનમાં ધ્યાન, ધારણ અને સમાધિ એક જ વિષય ઉપર થાય છે, ત્યારે તેને સંયમ કહેવામાં આવે છે. કાયોત્સર્ગ વડે થતે સંયમ એ યોગદર્શનમાન્ય સંયમથી પણ અધિક છે. કાર્યોત્સર્ગમાં ધ્યાન, ધારણા, સમાધિ ઉપરાંત કાયાનું સ્થN, વાણીનું મૌન પણ અભિપ્રેત છે.
જે કે ચગદર્શન પણ ધારણા, ધ્યાન, સમાધિરૂપ સંયમના અધિકારી તેમને જ ગણે છે, કે જેમણે યોગના પ્રથમ અંગે યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આદિને સિદ્ધ કરેલાં હોય, તે પણ તેમાં અનેક
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૩
પ્રકારની તરતમતા
રહેલી છે, કાયાત્સગ માં ચૈાગના અધા અગેાનુ સેવન અનિવાય પણે થતુ હોવાથી તે સ‘પૂણ ચોગક્રિયારૂપ છે. મનઃસયમ ઉપરાંત ઈન્દ્રિયસયમરૂપ પ્રત્યાહાર, આસનજય અને પ્રાણજયરૂપ આસન અને પ્રાણાયામ તથા કાયાના સયમ વડે યમ-નિયમનુ' સપૂર્ણ પણે પાલન થાય છે. તેથી કાચૈાત્સગ એ યાગ, ધ્યાન અને સમાધિનુ' પરમ સાધન છે. શાસ્ત્રામાં તેને સર્વ પ્રકારનાં ખાદ્ય-અભ્ય તર તપેામાં ઉચ્ચ સ્થાન અપાયેલું' છે.
પ્રશ્ન-કાયાત્સગ એટલે શુ? અને તેમાં શું કરવાનું છે ?
ઉત્તર-કાયાત્સગ એટલે કાયભાવને, દેહાધ્યાસને, કર્મીધ્યાસને છેડવા, અને 'તરાત્મભાવ પરમાત્મભાવમાં સ્થિર થવુ་— એક બનવુ. કાયભાવને છેડી આત્મભાવમાં રહી. પરમાત્મભાવમાં પેાતાના આત્માને સ્થાપવાની ક્રિયા તે કાયાત્સગ છે. અંતરાત્મભાવમાં રહીને જ્યારે પરમાત્મભાવનું મરણ થાય છે, ત્યારે અંતરાત્મભાવ પણ ભૂલાઈ જાય છે અને પરમાત્મભાવમાં તલ્લીનતા આવે છે. તેથી આત્મપ્રદેશમાં વ્યાપેલા અશુભ કર્મોની નિષ્કૃતના થાય છે. કાયાત્સગ થી ઉત્તરીકરણ, પ્રાયશ્ચિત્તકરણ, વિશુદ્ધિકરણ, વિશલ્યીકરણ અને પાપકર્મોનું નિઘ્યતન થાય છે આ રીતે જ્ઞાનપ્રકાશને આવરનાર કર્મરૂપી વાદળ ખસી જવાથી આત્મામાં જ્ઞાનન્ત્યાતિ પ્રગટ થાય છે, કહ્યું છે કે— “દેતુ રૂપી પૃથ્વી ઉપર શુભ કમરૂપી દિવસ અને અશુભ કર્મીરૂપી રાત્રિ દેખાય છે પણ દેહથી પર આત્મસૂના પ્રકા
Page #443
--------------------------------------------------------------------------
________________
શમાં આવતાં રાત્રિ દિવસથી પર કેવળ પ્રકાશ રહે છે.” આ રીતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ એ કાયોત્સર્ગનું ફળ છે.
કોત્સગને પ્રભાવ, કાત્સર્ગથી સહનશીલતા, એકનિષ્ઠતા, તથા ત્રણે વેગોની એકાગ્રતા સિદ્ધ થાય છે. કાર્યોત્સર્ગથી શરીરની જડતા અને મનની મંદતા દૂર થાય છે. ધાતુ અને વાયુનું વૈષમ્ય શમે છે. બુદ્ધિ અને વિચારશક્તિ વધે છે. ભાવનાની શુદ્ધિ અને એકાગ્રતાની વૃદ્ધિ થાય છે
શ્રી આવશ્યક નિર્યુક્તિની ૧૫૪૬મી ગાથામાં કાર્યોત્સર્ગનું માહાસ્ય વર્ણવ્યું છે. શાતિ-સમાધિ, સમાનતા અને એકાગ્રતાની વૃદ્ધિ માટે કાર્યોત્સર્ગ પ્રતિદિને કર્તવ્ય છે. કાત્સર્ગથી ગુણગ્રાહકતા વધે છે, સ્વરૂપરમણતામાં અંતરાય કરનારાં કર્મ પાતળાં પડે છે, દષ્ટિની સ્થિરતા પ્રાપ્ત થાય છે તથા શ્રોત્રાદિ ઈન્દ્રિયો ઉપર વિજય મળે છે. કાર્યોત્સર્ગથી જિનવચનમાં શ્રદ્ધા વધે છે, સૂક્ષમ પદાર્થો સમજવાની મેધા વધે છે. ધર્મ ઉપર પ્રીતિ વધે છે. રાગાદિની આકુળતા ઘટે છે, ધારણશક્તિ વધે છે. તત્વચિંતન લંડું થાય છે, અને આત્મશક્તિનો વિકાસ થાય છે.
કાયોત્સર્ગથી પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત કર્મોને પણ ક્ષય થાય છે. અનિચ્છાએ થતા વિષયને સંબંધ સ્પષ્ટ બંધ કરાવે છે. વિષાનો અસંબંધ છતાં વિષયોની ઇચ્છાથી જે બંધ થાય તે બદ્ધ કહેવાય છે. વિષયને સંબંધ
Page #444
--------------------------------------------------------------------------
________________
You
અને ઈચ્છા ઉભયથી જે બંધ થાય તે નિદ્ધત્ત કહેવાય છે અને વિષયના સંબંધની સાથે ઉત્કૃષ્ટ ઈચ્છાથી જે કર્મબંધ થાય તે નિકાચિત કહેવાય છે. કાર્યોત્સર્ગથી ઉપરના ચારે પ્રકારના કર્મોને ક્ષય થાય છે.
કાયેત્સર્ગ ત્રણચિકિત્સારૂપ હોવાથી તેમાં જ્ઞાન-ક્રિયા ઉભયને યોગ છે. કાત્સર્ગથી વાત વિગેરે ધાતુતું વૈષમ્ય દૂર થવા દ્વારા દેહનું આરોગ્ય વધે છે. બુદ્ધિમાંદ્ય દૂર થવાથી વિચારશકિત વિકસે છે. અનુકૂલ-પ્રતિકૂલ સંયેગોમાં સુખ-દુઃખને સહન કરવા માટેની અર્થાત સુખદુઃખમાં સમભાવ રાખવાની શક્તિ વધે છે. ભાવના તથા ધ્યાનને અભ્યાસ થાય છે. અતિચાર તથા દેનું ચિંતન થાય છે. અને તે તે દોષોને સહેલાઈથી દૂર કરી શકાય છે.
કાયેત્સર્ગની ક્રિયાથી થતા પ્રત્યક્ષ લાભ.
ટુંકમાં કહેવું છે તે કાર્યોત્સર્ગ થી નીચેના લાભ થાય છે.
(૧) દેહનું આરોગ્ય. (૨) બુદ્ધિની તેજસ્વિતા. (૩) સુખ-દુખની તિતિક્ષા. (૪) ધ્યાનાભ્યાસ. (૫) ભાવનાની વૃદ્ધિ
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૦૬
(૬) આત્મનિરીક્ષણ.
(૭) શ્વાસેાશ્વાસનુ... નિયમન,
(૮) અતિચારાદિ દોષાતુ' નિરસન,
(૯) શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અને અનુપ્રેક્ષાની વૃદ્ધિ
(૧૦) ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થયની સિદ્ધિ,
(૧૧) મહિાત્મભાવના ત્યાગ,
(૧૨) અતરાત્મભાવની પ્રાપ્તિ.
(૧૩) યમનિયમાદિ ચાગના અંગેાની સાધના. (૧૪) સ્થાનાદિ ચાંગાની સાધના. (૧૫) પ્રણિધાનાદિ આશયાની સાધના.
(૧૬) બાહ્ય અભ્યંતર તપની સાધના,
Page #446
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંતાદિ નવપદ અને
તેની સાધના. અરિહંત સિદ્ વંદો, આચારજ ઉવઝાય, મુનિ દરિસણ નાણુ, ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક સુખદાય, એ દયાને ભવિનાં, ભવકટ દુખ જાય, ૧
શ્રી જૈનશાસનમાં શ્રી સિદ્ધચક-નવપદજીની આરાધના સુપ્રસિદ્ધ છે. મોટામાં મોટા શહેરથી માંડી નાનામાં નાના ગામડા સુધી જેન કુલમાં જન્મેલો ભાગ્યે જ એવો કેઈ આત્મા હશે, કે જે સિદ્ધચક-નવપદજીનું નામ ન જાણતે હેય. આ સિદ્ધચક્રની આરાધનામાં મુખ્ય આરાધન શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-એ નવ પદેની છે. તેથી તે શ્રી નવપદજીના નામથી પણ એટલાં જ પ્રસિદ્ધ છે, કારણ કે– શ્રી સિદ્ધચક્રમાં સૌથી મુખ્ય અને પ્રથમ જે કોઈ માંડલું હોય તે આ શ્રી નવ પદ્યનું છે. શાશ્વતી ઓળીના દિવસમાં એ નવ પદોને અવલંબીને નવ દિવસ સુધી દરરોજ આયંબિલપૂર્વક એક એક પદની આરાધના કરવામાં
Page #447
--------------------------------------------------------------------------
________________
આવે છે. શ્રી સિદ્ધચકમાં બીજું જે કાંઈ છે, તે પણ પ્રથમ માંડલાના વિસ્તારરૂપે છે. ધર્મનું તમામ સારભૂત સત્વ અને તવ શ્રી સિદ્ધચક્રમાં સંગ્રહીત થયેલું છે. એથી એની આરાધના દ્વારા સમગ્ર ધર્મની આરાધના સુલભ બની જાય છે.
દુર્લભ મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને જીવનમાં વિશદ્ધ ભાવે શ્રી સિદ્ધચક્રજીની આરાધના કરી લેવી એ વિવેકી આત્માએનું એક શ્રેષ્ઠ કર્તવ્ય છે. શ્રી સિદ્ધચક જીના આલંબન દ્વારા આત્મવિકાસના માર્ગમાં આત્મા દિન-પ્રતિદિન પોતાની પ્રગતિ કેવી રીતે અધિકાધિક સાધતો રહે છે, તે જાણવા માટે અહીં શ્રી સિદ્ધચક્રજીની વિશેષતા સંબંધી થેડી ઉપયોગી હકીકત જોઈએ.
દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મના ચાર પ્રકારોમાં ભાવ એ પ્રધાન સ્થાને છે. દાનાદિ બીજી ક્રિયાઓ પણ ભાવશુદ્ધિ હોય તે જ સફળ બને છે. આ ભાવ એ મનને વિષય છે અને પ્રાથમિક અવસ્થામાં મન અતિ ચંચળ હેય છે. તે આલંબન વિના કઈ રીતે સ્થિર રહી શકતું નથી.
જ્યાં સુધી જીવ ઉપર પ્રમાદનું જોર છે, ત્યાં સુધી તે પ્રમાદને હઠાવવા માટે સાલ બન અનુષ્ઠાનના આચરણ સિવાય બીજે કંઈ ઉપાય જ્ઞાની પુરુષેએ જે નથી. ધર્મકાર્યમાં ઉત્સાહ ન થવા દે, એ પ્રમાદનું સ્વરૂપ છે. તત્વથી આ પ્રમાદ જ આત્માને કટ્ટર શત્રુ છે. તે નામથી એક હોવા છતાં કાર્યથી અનેક પ્રકારે પરિણમી જીવને ધર્મમામાં પ્રગતિ કરવા દેતા નથી. બહુરૂપવાળા આ પ્રમાદના મ–
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૦. સ્થાનને ભેદી, તેને જડમૂળથી ઉખેડી નાખવા માટે અનુભવસિદ્ધ જ્ઞાની પુરુષોએ અસરકારક અનેક ઉપાય બતાવ્યા છે. એ બધા ઉપાયોનો સુંદર સંગ્રહ એકી સાથે એક જ સ્થાને જે કયાંય જોવા મળતું હોય, તે તે શ્રી નવપદજીની આરાધનામાં જોવા મળે છે.
જો કે મોક્ષની સાથે જોડનાર તમામ ધર્મવ્યાપારે એ એગ જ છે, તેમ છતાં તે તમામ વ્યાપારમાં શ્રી નવ પદનું સ્થાન સૌથી મોખરે છે. સાધક એના આલંબનથી જ આત્મકલ્યાણના માર્ગમાં સાચી પ્રગતિ સાધી શકે છે. બીજાં પણ તમામ ધર્મવ્યાપારમાં કેઈ ને કોઈ પ્રકારે નવ પદમાંના કેઈ પદનું સ્થાન રહેલું જ છે.
શ્રી સિદ્ધચકની આરાધનાથી આત્મકલ્યાણકારી સાચા સદ્દગુણોનો કેવી રીતે વિકાસ થતું રહે છે અને આત્માના શત્રુભૂત એવા મુખ્ય મુખ્ય દોષને કેવી રીતે હાસ થવા માંડે છે, તે બાબતને આત્મનિરીક્ષણ પૂર્વક વારંવાર ખૂબ સૂકમ દષ્ટિથી વિચારવી જરૂરી છે. જે એ પ્રમાણે થાય, તે દિન-પ્રતિદિન આરાધનામાં વેગ આવ્યા વિના રહે નહિ, શ્રી સિદ્ધચકે એ સદગુણનું સંગ્રહસ્થાન છે. સાચે એક પણ સદગુણ એ નથી કે જે શ્રી સિદ્ધચકમાં ન હોય. આથી શ્રી સિદ્ધચક્રને સગુણરૂપી રના રત્નાકરની ઉપમા આપવામાં આવી છે, તેની સાચી આરાધના કરનારને ગુણ રત્નનું દારિદ્ર કદી પણ હેતું નથી.
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૦
શ્રી નવ પદજીની આરાધનામાં વેગ લાવવા માટે ચાર વસ્તુઓની માહિતી અનિવાર્ય રૂપે હાવી જોઇએ. (૧) સાધ્યું, (ર) સાધક, (૩) સાધના અને (૪) તેનુ ફળ. એ ચાર વસ્તુઓનુ જ્ઞાન આરાધકને ચાક્કસ હોવુ જોઇએ.સક્ષેપમાં સાધ્ય અભીષ્ટ, અબાધિત અને સર્વ શ્રેષ્ઠ હોવું જોઇએ. સાધક સદાચાર આદિ ગુણેાથી સપન્ન હેાવા જોઇએ. સાધના શબ્દ, અથ અને તે અનૈમાં ઉપયાગ સહિત હાવી જોઈએ તથા તેનુ પર પર ફળ ઐક્રાન્તિક, આત્યન્તિક અને અવિનશ્વર સુખસ્વરૂપ માક્ષ` હાવું જોઇએ. શ્રી નવપદજીની આરાધનામાં અતિ પ્રયાજનભૂત એ ચારેય બાબાને આપણે અહી ક્રમસર વિચારીએ.
સાયશુદ્ધિ
શ્રી નવપદજીની આરાધનામાં સાધ્ય તરીકે શ્રી અરિહં’તાદિ નવ પટ્ટા છે, જેથી અહીં પ્રથમ તે સબંધી વિચારણા કરીએ.
•
1
(૧) શ્રી અરિહંત પદ-શ્રી અહિં ́ત પરમાત્માનું સ્થાન શ્રી નવ પદમાં સૌથી પ્રથમ છે. તેમાં મુખ્ય કારણ તા તેનું વિશિષ્ટ આત્મદ્રવ્ય છે. વળી ખીજા તમામ પદાનું ઉત્પત્તિસ્થાન પણ શ્રી અરિહંત પદ છે. શ્રી અરિહંત પરમાત્મા માક્ષમાર્ગના આદ્ય પ્રકાશક હાવાથી વિશ્વ ઉપર તેના ઉપકાર મહાન અને અજોડ છે. માક્ષના માગ ચમ ચક્ષુને અગાચર હાય છે.. કેવળજ્ઞાનરૂપી ચક્ષુ વિના તે સાક્ષાત્ જોઈ-જાણી શકાતા નથી. શ્રી અરિહંત પરમાત્માના આત્માએ
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૧
સમગ્ર જગતનું કલ્યાણ કરનારી અને સર્વસત્વહિતકારિણી -એવી ઉત્કૃષ્ટ ભાવના સહિત પૂર્વભવમાં મિક્ષમાર્ગની એવી સુંદર આરાધના કરે છે, કે જેથી ચરમ ભવમાં તેઓ ત્રણ ત્રણ જ્ઞાન સહિત જન્મે છે. અનુકમે સકલ ભેગસામગ્રીને ત્યાગ કરી, વરસીદાન વડે દીન-દુઃખી જનને ઉદ્ધાર કરી અને સહુ સ્વજનવ પ્રમુખને સંતેષી તેઓ યોગ્ય અવસરે સંયમ સ્વીકારે છે. તે પછી તેઓ અપ્રમત્તભાવે સંયમનું પાલન કરે છે, ઘાતી કર્મો ખપાવે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેઓ સાક્ષાત્ મોક્ષમાર્ગને જ્ઞાનચક્ષુથી જઈને, તેને અતિશયવાળી વાણી વડે યથાર્થ રૂપમાં જગતના જી સમક્ષ પ્રગટ કરે છે. તેઓના બતાવેલ માગે પ્રયાણ કરીને અનેક આત્માઓ પોતાનું શુદ્ધ પદ પ્રાપ્ત કરે છે અને અજરામર બને છે. વળી ભવિષ્યમાં પણ મોક્ષમાર્ગને પ્રવાહ અવિચ્છિન્ન ચાલુ રહે, તે માટે શ્રી અરિહંત પરમાત્મા તીર્થની સ્થાપના કરે છે. એ તીર્થના આલંબનથી અનેક ભવ્યાત્માઓ મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
શ્રી અરિહંતદેવામાં એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ પણ છે કે-જેમ તેઓ મોક્ષમાર્ગના દશક છે, તેમ તેઓ સ્વયં મોક્ષમાર્ગરૂપ પણ છે. તેઓએ દર્શાવેલા માર્ગે ચાલવાથી જેમ મોક્ષ પ્રાપ્ત થાય છે, તેમ તેઓ સ્વયં માગરૂપ હોવાથી તેમનું નામસ્મરણ, દર્શન અને ધ્યાન કરવા દ્વારા કર્મને ક્ષય થાય છે, આત્મગુણ પ્રગટે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે.
ટૂંકમાં ત્રણેય કાલમાં મોક્ષને માર્ગ ચાલુ રહે છે,
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨
તેમાં મુખ્ય ફળે શ્રી અરિહંત પરમામાને હોય છે. તેઓના ઉપકાર તળે આવ્યા સિવાય કોઈ પણ જીવ પોતાનું કલ્યાણ સાધી શકતું નથી, જેથી તેઓને ઉપકાર અજોડ અને મહાન બની જાય છે.
આ રીતે શ્રી અરિહંત પરમાત્માનું પદ એ પપકાર ગુણને ભંડાર છે. આ પદની આરાધના કરનાર આરાધક આત્મા, આરાધ્ય શ્રી અરિહંત પરમાત્મામાં રહેલ પરોપકારરૂપી ગુણની અનુમોદનાથી પિતામાં પણ પરોપકારભાવને વિકસાવી કમે કમે તેને પરાકાષ્ઠાએ પહોંચાડવા માટે સમર્થ બની શકે છે. એ નિયમ છે કેજે આત્મા હંમેશાં ભાવપૂર્વક ગુણના લક્ષયપૂર્વક જેનું સતત ચિંતન, મનન, સ્મરણ, જાપ, ધ્યાન આદિ કરે છે, તે આત્મા પણ મોડો-વહેલા તેના જે થયા વિના રહેતા નથી. ખરી રીતે આ પરોપકારભાવ એ જ માનવજીવનનું સાચું અમૃત છે. એ ભાવને કેળવવાથી આત્માને અનાદિ શત્રુ સ્વાર્થ ભાવ, કે જેમાં કેવળ પોતાના જ ભૌતિક સુખ અને સગવડની ચિંતા પ્રધાનપણે હોય છે, તે પશુભાવ ટળી જાય છે અને આત્મા દિવ્યતાના પંથે વળે છે. આવા અનેક લાભ શ્રી અરિહંતપદની આરાધનાથી આપણને પ્રાપ્ત થાય છે, જેથી શ્રી અરિહંતદેવ આપણું પરમ ઉપકારી છે. ઉપકારીને ભાવપૂર્વક નમવાથી તથા તેઓની ભક્તિ, સેવા, ઉપાસના અને આરાધના કરવાથી આપણામાં કૃતજ્ઞતા નામને ગુણ વિકાસ પામે છે, કે જે કૃતજ્ઞતા ગુણ મોક્ષમાર્ગની આરાધનાનું મૂળ છે.
Page #452
--------------------------------------------------------------------------
________________
૪૩ (૨) શ્રી સિદ્ધપદ-શ્રી નવ પદમાં બીજું પદ શ્રી સિદ્ધપદ છે. સિદ્ધ પરમાત્મા અનંત ગુણેના ધામ છે. તેઓને મુખ્ય ગુણ અવિનાશીપણું છે. કારણના આસેવન વિના કાર્યસિદ્ધિ થતી નથી, એ દૃષ્ટિએ સિદ્ધ પરમાત્માઓએ આ અવિનાશીપણું પ્રાપ્ત કર્યું છે તે કોઈ આકરિમક ઘટના નથી, પણ શ્રી જિનેશ્વર ભગવાનના સનાતન માગને અનુસરી, સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયીનું યથાર્થ આરાધન કરી, આત્માની અનંત શક્તિ -અનંત સુખ-સમૃદ્ધિને આવનારા સકલ કર્મબંધનોને તેડી નાખી શિવસંપદાને વર્યા છે. આ રીતે આત્માની સહજાવસ્થારૂપ પરમ પદની પ્રાપ્તિ થવાથી, હવે તેઓને જન્મ–જરા-મરણાદિ કોઈ પણ પ્રકારનું દુઃખ રહ્યું નથી અને કદી પણ નાશ ન પામે તેવું અનુપમ તથા સંપૂર્ણ સુખ તેઓમાં પ્રગટ થયું હોય છે. આ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જીવ પોતાના સ્વરૂપને કદી પણ છોડતો નથી, માટે જ સિદ્ધપદ અવિનાશી કહેવાય છે. શ્રી સિદ્ધ પરમાત્માના આ અવિનાશીપણાને ગુણ સમગ્ર મુમુક્ષુ આત્માઓનું લક્ષ્યબિન્દુ છે. શ્રી
અરિહંત પરમાત્માઓ પણ દીક્ષા અંગીકાર કરતી વખતે સિદ્ધપદને નમસ્કાર કરે છે અને જગતને સિદ્ધપદના માગે દોરે છે. માટે જ અનુપમ ઉપકારી તરીકે તેઓની ગણતરી થાય છે. જગતના તમામ પદાર્થો ઉપર કાળની અસર છે, પરંતુ આ એક જ પદ એવું છે કે જેના ઉપર કાળની પણ અસર નથી. શ્રી સિદ્ધ પરમાત્માઓના અવિનાશી સ્વરૂપને વિચાર જીવને સિદ્ધ બનાવી અચિંત્ય પ્રેરણા આપે છે, હિંમત
Page #453
--------------------------------------------------------------------------
________________
ઝ
આપે છે અને જીવનમાં છૂપાયેલ નીર્માંદ્યાસમાં અપૂર્વ વૃદ્ધિ કરાવે છે. સિદ્ધપણામાં રહેલ અનત ઋદ્ધિ-સિદ્ધિના ખ્યાલ જ્યાં સુધી જીવને આવતા નથી, ત્યાં સુધી તેને સાંસારિક સુખના લેાભ ટળતા નથી. શ્રી સિદ્ધપદની આરાધનાથી જીવને પેતાના આત્મામાં પણ સત્તાગત એટલી જ અનતી ઋદ્ધિ-સિદ્ધિ રહેલી છે અને તેને ચૈાગ્ય ઉપાય દ્વારા પ્રાપ્ત પણ કરી શકાય છે, એવી પ્રતીતિ થાય છે. આથી આાધનામાં વેગ વધતા જાય છે, આત્મિક સુખની વૃદ્ધિ થતી જાય છે અને આત્મામાં રહેલ દીનતા નામના દોષ ટળતા જાય છે. આ પદની આરાધનાથી તે જીવ પેાતાના નિળ અવિનાશી આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે.
૩ આચાય પદ-શ્રી નવ પદછમાં ત્રીજું પદ શ્રી આચાય પદ છે. તે પાંચ ઇન્દ્રિયાનુ દમન કરે છે, નવવિધ બ્રહ્મચર્યનું પાલન કરે છે, ચાર કષાયાના જય કરે છે, પાંચ મહાવ્રતથી યુક્ત હાય છે, પંચાચારનું' પાલન કરવામાં સમથ હોય છે, તેમ જ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનુ' પાલન કરે છે. તેમાં આ છત્રીશ ગુણા અને એવા બીજા પણ અનેક ગુણ્ણાના સમૂહ ઝળકી રહ્યો હાય છે વળી તેઓ સયમન્ત્રતમાં પારગામી હાવા ઉપરાન્ત સફળ શાસ્ત્રોમાં પણ પારગામી હેાય છે. તે આચાર્ય ભગવંતા ભવ્ય જીવા ઉપર અનેક રીતે મહાન ઉપકાર કરે છે.
મુમુક્ષુએ માટે માક્ષ એ સાધ્ય છે અને સદાચરણુ એ સાધન છે. જેને માક્ષની ઇચ્છા હાય, તેણે માક્ષના
Page #454
--------------------------------------------------------------------------
________________
જાપ
અનન્ય સાધનભૂત સદાચારને પણ જીવનમાં અપનાવવા જ રહ્યો. આ ત્રીજા પદમાં રહેલા આત્માએ પેાતે સદાચારનુ પાલન કરે છે અને જગતને પણ એ માગે ચાલવાની સતત પ્રેરણા પ'ચાચામય પેાતાના જીવનથી અને ઉપદેશથી આપે છે. પંચાચારના પાલનમાં જગતના તમામ ઉત્તમ આચારાના સમાવેશ થઇ જાય છે, એ ષ્ટિએ શ્રી આચાય ભગવતાનુ પદ એ સદાચારના ભડાર છે. આ પદની આરાધના કરનાર આત્મામાં સદાચાર નામના ગુણ દૃઢ બનતા જાય છે. આ સદાચાર એ જ ધમતું સસ્વ ધન અને માક્ષનું પરમ કારણુ છે. જીવનમાં જ્યારે સદાચાર પ્રગટવા લાગે છે, ત્યારે એક માજી પાપાચરણ અટકવા લાગે છે અને બીજી બાજુ જીવ પર પરાએ સપૂર્ણ વિશુદ્ધિને પ્રાપ્ત કરનારા બને છે.
(૪) શ્રી ઉપાધ્યાયપદ-શ્રી નવપદજીમાં ચેાથુ પદ્મ શ્રી ઉપાધ્યાયપદ છે. તેએ નિર્માળ શાસ્ત્રબેધ સહિત શુદ્ધ ચારિત્રનું પાલન કરવામાં સદા સાવધાન રહે છે અને કેવળ ઉપકારષ્ટિથી સાધુસમુદાયને અનેક પ્રકારે સહાય આપી પત્થર જેવા જડબુદ્ધિવાળા શિષ્યાને પણ સુશિક્ષિત કરે છે અને ઉત્તમ રહેણી કહેણી વડે તેમને સુવિનીત બનાવે છે. તેમે આચાય ને, ગચ્છને, યાવત્ શ્રીસ‘ઘને પણ સહાયક બને છે. શ્રી ઉપાધ્યાય ભગવતાના મુખ્ય ગુણ વિનય છે. પેાતાના જીવનમાં વિનયગુણનું પાલન કરી તેઓ બીજાને પણ વિનયગુણની પ્રાપ્તિમાં દશ દષ્ટાંત રૂપ બને છે. આ વિનયગુણુ માક્ષમાગ માં ઘણા જ ઉપ
Page #455
--------------------------------------------------------------------------
________________
ચૈ:ગી છે. એના વિના માક્ષમાગ માં એક ડગલું પણ આગળ વધી શકાતું નથી. વિનયથી જ મેાક્ષસાધક સદ્વિદ્યાની પ્રાપ્તિ સુલભ બને છે. નમ્રતા, સરલતા, કોમળતા થ્યાદિ ગુણા પણ વિનયથી શેલે છે. વિનય એ જ ધર્મનુ મૂળ છે. આ વિનર્ગુણના વિકાસથી જીવનમાંથી ઉદ્ધતાઇ, અડતા, અહંકારાદિ દોષો નાશ પામે છે અને પરિણામે વિનય ગુણના વિકાસથી આઠે કર્મના ક્ષય થાય છે.
(૫) શ્રી સાધુપદ- શ્રી નવપદજીમાં પાંચમુ' પદ શ્રી સાધુપદ છે. તેઓ સાંસારિક સુખની અસારતા જોઇને, આત્માના શાશ્વત સુખમાં ઠરવા માટે ગૃહવાસના ત્યાગ કરે છે અને સદ્ગુરુનુ' ભાવથી શરણ સ્વીકારી, પ્રમાદરહિતપણે સત્તાવીશ ગુણ્ણા સહિત ઉજજવલ રત્નત્રયીનું ધીરપણે પાલન કરતાં પેાતાના જન્મને કૃતાર્યાં કરી રહ્યા હોય છે. ક્ષમાપ્રધાન સાધુ ભગવ ંતાના મુખ્ય ગુણ સહાય-વૈયાવચ્ચે છે. નિઃસ્વાર્થભાવે કલ્યાણમાગ માં સહાય કરનાર આત્મા ઉત્તમ તત્ત્વા પ્રત્યે નમ્રતાપૂર્વક સાચા સેવાભાવ પ્રગટાવવા માટે સમથ ખની શકે છે. આવા સેવાભાવ એ જ મેાક્ષના સાચા મેવા પ્રાપ્ત કરવાના સાચા ઉપાય છે. સેવાભાવના વિકાસથી જીવમાં એકલપેટાપણા નામના દોષ નાશ પામે છે અને તેનામાં ભાવ એશ્વય પ્રગટ થવા લાગે છે.
(૬) સમ્યગ્દર્શન પદ-શ્રી નવ પદજીનુ છઠ્ઠું પદ સમ્યગ્દર્શન છે. તેના બળથી શ્રી કેવળી ભગવડતાએ
Page #456
--------------------------------------------------------------------------
________________
જાહ
ભાખેલા જીવાદિ તત્ત્વને આપણે સત્ય-પ્રામાણિક લેખી સફ્તી શકીએ છીએ, જે જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે, તે સમ્યગ્દર્શન ૬૭ ખેલથી અલંકૃત છે. એકડા વિના જેમ મીડાં નકામા છે, તેમ સમ્યગ્દર્શન વિના કાઈ ક્રિયા કલ્યાણરૂપ થતી નથી. આ સમ્યગ્દર્શન તમામ સદ્ભાવનાઓના ભંડાર છે. તમામ સદ્દભાવનાને સાચા પ્રારંભ સમ્યગ્દર્શનથી થાય છે. જીવનમાં સદ્ભાવનાઓના વિકાસ વિના, તેને આત્મસાત્ કર્યા વિના કોઇ પણ આત્મા પેાતાનુ' અ'તિમ કલ્યાણ સાધી શકતા નથી. સમ્યગ્દર્શનથી આત્મામાં સદ્ભાવનાઓના વિકાસ થાય છે. સદ્ભાવનાઓના વિકાસથી આ-રૌદ્રધ્યાનરૂપ અસદ્ભાવ જલની પાસે અગ્નિની જેમ આપેાઆપ શમી જાય છે અને આત્મા શુભ ધ્યાનમાં વધુ ને વધુ સ્થિર બનતા જાય છે. સમ્યગ્દનના વિકાસથી અસદ ભાવના અને મિથ્યાત્વ નામના દોષ નાશ પામે છે.
(૭) જ્ઞાનપદ-શ્રી નવપદજીમાં સાતમું પદ જ્ઞાનપદ છે. જ્ઞાનપદ એ વૈરાગ્યના ભડાર છે. જ્યાં સાચું જ્ઞાન હાય ત્યાં સૂર્યના પ્રકાશમાં અંધકારની જેમ અદ્રાગ ન સભવે અને જ્યાં અસફ઼ાગ હોય ત્યાં સાચુ જ્ઞાન ન સભવે. સમ્યગજ્ઞાનનું ફળ વિરતિ છે. અર્થાત જ્ઞાનપદની આરાધના વડે પાપથી વિરામ પામવા રૂપ વિરતિ નામના ગુણ પ્રગટે છે અને સાંસારિક સુખની આસક્તિજન્ય અવિ રિત નામના દોષ નાશ પામવા લાગે છે.
(૮) ચારિત્રપદ-શ્રી નવપદજીમાં આઠમુ પદ ચારિત્ર
૨૭
Page #457
--------------------------------------------------------------------------
________________
પદ છે. આ ચારિત્રપદ સર્વ ગુણોને ભંડાર છે. ચારિત્ર મહારાજાના દરબારમાં પ્રવેશ કર્યા વિના, તેમાં અનુમત થયા વિના કોઈ પણ નય, વાદ કે વિચારને સમ્યફપણાની છાપ મળી શકતી નથી. બધા વાદવિવાદે ચારિત્રગુણ પાસે શાન્ત પડી જાય છે. અંતે ચારિત્ર વિના કોઈની મુક્તિ થતી નથી. આથી પરિણામે ચારિત્રગુણની પ્રાપ્તિ જેનાથી થાય, તે જ સાધનાને સાચી સાધના ગણી શકાય. આ ચારિત્રપદનું આરાધન કરનાર આત્મામાં અનેક નિર્મળ ગુણો પ્રગટ થાય છે અને તે આતમા સવ દોષથી મુક્ત બને છે,
(૯) તપ પદ-શ્રી નવપદજીમાં નવમું પદ તપપદ છે. જેમ અગ્નિને તાપ આપવાથી સેનામાં રહેલ મેલ બળી જાય છે અને તે શુદ્ધ કાંચન બને છે, તેમ શાસ્ત્રમાં કહેલ અનેક પ્રકારના બાહ્ય-અત્યંતર તપનું ક્ષમા સહિત સેવન કરવાથી આત્મામાં રહેલ ચીકણું-નિકાચિત કર્મો પણ ક્ષય પામી જાય છે અને આત્માનું શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપ પ્રગટી નીકળે છે. તપને આ મહાન પ્રભાવ જાણું, તદ્ભવમોક્ષ ગામી શ્રી તીર્થંકરદેવ-શ્રી ગણધર ભગવંતે જેવા ઉત્તમત્તમ મહાપુરુષોએ પણ ભાવથી તેનું સેવન કર્યું છે. તપ પદ એ સંતેષગુણનો ભંડાર છે. અનેક પ્રકારની અસત્ ઈચ્છાઓથી આ જીવ હંમેશાં સતત ઘેરાયેલી હોય છે, ત૫૫દની આરાધનાથી તે તમામ ઈચ્છાઓ ઉપર કાબુ મેળવવા માટે સમર્થ બને છે. ઈચ્છાઓને નિરોધ એ જ તપનું સાચું સ્વરૂપ છે. આ તપગુણ જેમ જેમ વિકાસ
Page #458
--------------------------------------------------------------------------
________________
પામતે જાય છે, તેમ તેમ જીવને સંતેષગુણનો લાભ થત જાય છે. જીવનમાં જેમ જેમ સંતેષગુણની વૃદ્ધિ થાય છે, તેમ તેમ સુખ પણ વૃદ્ધિ પામે છે અને જ્યારે આ સંતોષગુણ પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે જીવમાં રહેલ અનંત તૃષ્ણા અને લેભ નામને દેશ નાશ પામે છે અને જીવને અનંત ઐશ્વર્યની પ્રાપ્તિ સહજ બની જાય છે.
સાધક શુદ્ધિ શ્રી નવપદની આરાધના કરનાર આરાધક આત્મા કે હોવો જોઈએ, તે માટે શ્રી સિરિ-સિરિવાલ-કહામાં જણાવવામાં આવ્યું છે કે-ક્ષમાવાન, દાન્ત અને શાન્ત આત્મા જ શ્રી નવપદજીની આરાધના કરી શકે છે, તેનાથી વિપરીત ગુણવાળો તેની આરાધના કરી શકતા નથી, કિન્તુ વિરાધક બને છે. તાત્પર્ય એ છે કે-કામ, ક્રોધ અને લેભએ ત્રણ પ્રકારના દોષ આત્મામાં આરાધનાને ભાવ ઉત્પન્ન થવા દેતા નથી. તે ત્રણ દેને જીતવા માટે અહીં તેને પ્રતિપક્ષી ત્રણ ગુણને મુખ્ય કરીને બતાવવામાં આવ્યા છે. ક્ષમાથી કેને, દાત્તતાથી કામને અને શાન્તતાથી લેભને નિગ્રહ થાય છે. તે ત્રણેય ગુણોને ક્રમશઃ વિચારીએ.
(૧) ક્ષમાવાન એટલે ક્ષમાથી ભરેલો, ક્ષમાથી ભલે તે કહેવાય, કે જે બીજાના અપરાધને સહન કરતાં અને પિતાના અપરાધોની માફી માગતાં શી હાય, સર્વ જી પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ્યો હોય અને કોઈ પણ જીવ પ્રત્યે વૈર અને વિરોધને પરિણામ ન હોય.'
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૨૦
સંસારી અવસ્થામાં જીવ અનેક રીતે અનેક જીને અપરાધ કરી રહ્યો હોય છે અને તે કારણે તે કર્મથી ભારે બને છે. જ્યાં સુધી આ કર્મને ભાર ઘટે નહિ, ત્યાં સુધી આરાધનાને સાચો અધિકાર પ્રાપ્ત થતું નથી. સર્વ જની સાથે શુદ્ધ હૃદયથી ક્ષમાપના કરવા વડે જીવના અધ્યવસાય નિર્મળ થાય છે અને અધ્યવસાય નિર્મળ થવાથી કમને ભાર ઓછો થાય છે. આથી જેમણે આરાધનાના સાચા અધિકારી બનવું હોય, તેમણે સૌથી પહેલાં સર્વ જીવો પ્રત્યે કરેલા અપરાધોની ફરી ન કરવાના અયવસાયપૂર્વક ક્ષમાપના કરી લેવી જોઈએ.
(૨) દાન્ત એટલે ઇન્દ્રિયોને દમનારો-જીતનારો. અર્થાત્ શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ રૂપ ઇન્દ્રિયના પાંચ વિષયેની વાસનાથી મનને રોકનારો. ઈન્દ્રિયના વિષયોનેકામનાઓને જીત્યા સિવાય મનુષ્ય કષાયે ઉપર વિજય મેળવવા માટે સમર્થ થતું નથી. ઈન્દ્રિયોને જીતવાને સરળ અને નિર્ભય ઉપાય પ્રથમ અપ્રશસ્ત વિષયોમાંથી તેને ખેંચી પ્રશસ્ત વિષયમાં જોડવી તે છે. પ્રશસ્ત વિષયમાં ઈન્દ્રિયોને જોડવી એનો અર્થ એ છે કે-આ ઇન્દ્રિયજય જેમણે કર્યો છે, તેમની ભક્તિ આદિમાં તેને જોડવી.
સંસારમાં એક બાજુ પાંચ વિષય છે અને બીજી બાજુ પાંચ પરમેષ્ઠિઓ છે. પાંચ પરમેષ્ઠિઓ પ્રત્યે ભક્તિ પ્રગટવાથી કમશઃ પાંચ વિષયને રાગ ટળે છે. જેમ કેશ્રી અરિહંતદેવની વાણીનું શ્રવણ કરવાથી “શબ્દ” નામને
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૨૧
વિષય, શ્રી સિદ્ધ ભગવંતના શાશ્વત રૂપના ધ્યાનથી “રૂપ” નામને વિષય, શ્રી આચાર્યના પંચાચારની સુગંધથી “ગંધ” નામને વિષય, શ્રી ઉપાધ્યાયના જ્ઞાનામૃતના રસાસ્વાદથી “ર” નામને વિષય અને મુક્તિની સાધનામાં લીન સાધુ મહારાજના સ્પર્શથી “સ્પર્શ' નામને વિષય જીતવાનું બળ પ્રગટે છે.
આ રીતે શ્રી નવપદજીના સાચા આરાધકે પોતાની સામગ્રી અને સર્વ શક્તિને અશુભ વિષમાંથી નિવારી ગુમ વિષયમાં જોડવાનું સંપૂર્ણ લક્ષ્ય રાખવું જરૂરી છે. ઈન્દ્રિયજયને એ જ ધોરી માર્ગ છે. આ અભ્યાસ ધીમે ધીમે વૃદ્ધિ પામતે એક દિવસ સંપૂર્ણ ઇન્દ્રિયજય પ્રાપ્ત કરાવનારો બને છે.
(૩) શાન્ત એટલે કષાયને જીતનારો. ધ, માન, માયા અને લેભ-આ ચાર કષાયો સંસારરૂપી વૃક્ષનું મૂળ છે. આ ચાર કષાયોની તરતમતાથી સંસારની તરતમતા છે. આ કષાયોને જીતવાને ઉપાય પ્રથમ તેને પાતળા પાડવા તે છે. કેધાદિના કટુ વિપાકો તથા તેના પ્રતિપક્ષી ક્ષમાદિ ગુણેના માહાભ્યનું ચિ તન આદિ કરવાથી કેધાદિ કષાયે પાતળા પડે છે. જેમ કે-ક્રોધ એ ધર્મ-અર્થ-કામાદિ સર્વ પુરુષાર્થને ઘાતક છે. ઘણા કાળ સુધી પાળેલું સંયમ ક્ષણ વારના કેપથી નાશ પામે છે. ધથી મન, બુદ્ધિ, ઈન્દ્રિય અને શરીર ઉપર ઘણી ખરાબ અસર થાય છે. કે ધથી અશુભ કર્મને બંધ અને પરિણામે દુર્ગતિ થાય છે, જ્યારે
Page #461
--------------------------------------------------------------------------
________________
કરે
ક્ષમાથી સર્વ પુરુષાર્થની અનાયાસે સિદ્ધિ થાય છે, શુભ કમં પ્રકૃતિને બંધ થાય છે અને પરિણામે સદગતિ અને મોક્ષસુખના ભાગી બનાય છે.
એ રીતે માનથી વિનયને નાશ થાય છે, માયાથી વિશ્વાસને નાશ થાય છે અને લેભથી સર્વ ગુણેને નાશ સર્જાય છે. આ કેધાદિને તેના પ્રતિપક્ષી ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતેષથી જીતવા માટે સર્વથા ઉદ્યમશીલ રહેવું ખાસ જરૂરી છે. ઉપરાંત કપાયે ઉપર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી ચૂકેલા શ્રી પરમેષ્ટિ ભગવતે પ્રત્યે નમ્ર વૃત્તિવાળા બની સાચો નમસ્કારભાવ કેળવે, તે પણ કષાને જીતવાને એક શ્રેષ્ઠ ઉપાય છે અને તેથી શ્રી નવપદજીના આરાધકનું તે પણ એક પરમ કર્તવ્ય બને છે.
ઉપર જણાવ્યું તેમ આરાધક જેમ ક્ષમાવાન, દાન્ત અને શાન્ત હોય છે, તેમ આરાધનાને યોગ્ય બીજા ઉચિત ગુણેને પણ તે અવશ્ય અર્થી હોય છે. તે ગુણે નીચે પ્રમાણે છે.
પરિમિત અને સારિક આહાર કરવાવાળે, ઉપાસનામાં પ્રીતિવાળો, ધૈર્યવાન, દયાળુ, પરોપકારપ્રિય, અપપતાપી, દેવ-ગુરુને ભક્ત, વિનયવાન, ઈર્ષા-માત્સર્ય–ષ-પરનિંદા, આદિથી પરામુખ, ગુણાનુરાગી, સુશીલ, પ્રસન્ન મનવાળો, સવ નું હિત ચિંતવનારે, સર્વ જી પ્રત્યે કરુણારસથી તરબળ હદયવાળો, સર્વ અને આત્મસ્વરૂપે જેના
Page #462
--------------------------------------------------------------------------
________________
૨૩
અને સર્વત્ર સમતાભાવને ધારણ કરનારો હોય છે. આ આરાધક ઉત્તમોત્તમ આરાધક ગણાય. આ ગુણ આરાધક અચિંત્ય મહિમાશાસ્ત્રી શ્રી સિદ્ધચકેની સંપૂર્ણ સાધના કરી શકે અને સાક્ષાત અનુભવી પણ શકે. શ્રી શ્રીપાલના કથાનકમાં ઉપર કહ્યા તે ગુણેના બીજકે છૂપાયેલા છે. એના પ્રભાવે શ્રી શ્રીપાળ મહારાજા સર્વત્ર જય, વિજય અને સુયશની પરંપરાને પ્રાપ્ત કરી શકયા હતા અને તેઓની આરાધના ગીશ્વરોના ચિત્તને પણ ચમત્કાર ઉત્પન્ન કરાવનારી બની હતી.
સાધના શુદ્ધિ સાધકતું શ્રી અરિહંત આદિ પદોની સાથે અભેદપણે જોડાણ થવું, એનું નામ તાત્તિવક સાધના છે. એકતા, લીનતા, તન્મયતા, એકાગ્રતા, લય, સમરસીભાવ, એકીકરણ, સમાધિ, સમતા, સ્થિરતા, સામ્ય, પ્રણિધાન, સમાપતિ, ઉપયોગ, સ્વરૂપરમતા, અદ્વૈતભાવ, ઉન્મનીભાવ, અમૃતક્રિયા–આ બધાં તાત્તિવક સાધનાનાં જ બીજાં નામ છે. સાધનાની આ સર્વશ્રેષ્ઠ દશા છે. આ સાધના શીઘ્ર ફળે છે. ધર્મ ગ્રન્થોમાં
જ્યાં જ્યાં ચમત્કારિક હકીકતેનું વર્ણન આવે છે, તેની પાછળ મુખ્ય ફાળો આ તારિક સાધનેને હોય છે. આમ છતાં આ સ્થિતિએ એકદમ પહોંચાતું નથી. ત્યાં સુધી પહોંચવા માટે તેને ગુણકારી અને અનિવાર્ય અનેક ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે અને તે ભૂમિકાઓને પણ કારણમાં કાર્યને ઉપચાર કરીને સાધના કહેવામાં આવે છે.
તાત્વિક સાધના સુધી પહોંચવા માટે, પ્રથમ “સ્થાન”
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૨૪ એટલે લાંબા સમય સુધી સુખપૂર્વક બેસી શકાય તેવું કઈ આસનવિશેષ સિદ્ધ કરવું જોઈએ તથા આરાધના માટે નક્કી કરેલા સૂત્રોનું અથવા મંત્રાલ'નું ઉચ્ચારણ શુદ્ધ હેવું જોઈએ. ચિત્તની વૃત્તિઓને બાહ્ય વિષમાંથી ખેંચી તેને હૃદયકમલ આદિ નક્કી કરેલા સ્થાને જોડવી જોઈએ અને બાહ્ય “આલંબન' તરીકે પ્રતિમાદિ વિષયમાં દષ્ટિને સ્થિર-સ્થાપન કરવી જોઈએ.
સામાન્ય નિયમ એ છે કે–સ્કૂલ ઉપરથી સૂક્ષ્મમાં જવું, મૂર્ત ઉપરથી અમૂર્તમાં જવું અને આલંબન ઉપરથી નિરાલંબનમાં જવું. આલંબન વડે કમે ક્રમે સૂક્ષ્મ, અમૂર્ત અને અપરિચિતમાં પહોંચી શકાય છે,
શ્રી નવપદજીની સાથે લીનતા કેળવવા માટે જીવનમાં પહેલાં ન્યાય, નીતિ, સદાચાર, પ્રેમ, પરોપકાર અને વ્રતનિયમાદિ કેળવવા જોઈએ, તેમ જ પછી દાન, પૂજન, તેંત્ર, જાપ અને ધ્યાનને અભ્યાસ પાડવું જોઈએ. ધ્યાન માટે ચિત્તની નિર્મળતા અને શરીરની શુદ્ધિ આવશ્યક છે. ચિત્તની નિર્મળતા માટે મત્રી, પ્રદ, કરુણા અને માધ્ય
સ્થભાવ તથા શરીરશુદ્ધિ માટે તપ જરૂરી છે. દીર્ઘકાળ સુધી વચ્ચે આંતરું પાડ્યા વિના આદર, સત્કાર અને બહુમાનપૂર્વક જ્યારે આરાધ્ય તવોને અભ્યાસ સ્થિર થાય છે, ત્યારે ચિત્તના મળ, વિક્ષેપ અને આવરણ આદિ દે નાશ પામે છે અને તેના પરિપાકરૂપે સાધ્યની સાથે સાધ કને એકાગ્રતા પ્રાપ્ત થાય છે.
Page #464
--------------------------------------------------------------------------
________________
કર૫ શામાં દ્રવ્યકિયાને ભાકિયા બનાવવા માટે “તારે તને ” ઈત્યાદિ જે આઠ વિશેષણો બતાવવામાં આવ્યા છે, તે પણ સાધકની સાધ્યની સાથે એકતા-લયલીનતા સાધવા માટે ખાસ જરૂરી છે. જેમ કે –
૧. તરિવર -તેમાં સામાન્ય ઉપગવાળે. ૨. તજના -તેમાં વિશેષ ઉપગવાળે. ૩. તા-તેમાં વેશ્યાની વિશુદ્ધિવાળો. ૪. તવષ્યવસિતા-તેમાં અધ્યવસાયની વિશુદ્ધિવાળો. ૫. તાત્રાગૈતિઃ -તેમાં અધ્યવસાયની તીવ્ર વિશુદ્ધિવાળો. ૬ તાયુ–તેના અર્થમાં જ ઉપયોગવાળે. ૭. તરર્વિતાર –તેમાં જ ત્રણેય કરણેનું સમર્પણ કરેલ. ૮. તદ્માવનામાવિતઃ-તેની જ ભાવનાથી ભાવિત.
અર્થાત્ તેમાં જે લયલીન બનીને બીજે કઈ પણ સ્થાને મનને ન જવા દેવાપૂર્વક ક્રિયા કરે, ત્યારે ભાવકિયા બને છે.
શ્રી નવપદજીની ગાથે એકતા સાધવા માટે આપણી આરાધનાને પણ ત્યાં સુધી પહોંચાડવાનું લક્ષ્ય હોવું જરૂરી છે.
દયાનના પ્રારંભમાં અરિહંત આરાધ્ય અને હું આરાધક, સિદ્ધ સાધ્ય અને હું સાધક, આચાર્ય સેવ્ય અને હું સેવક, ઉપાધ્યાય પૂજ્ય અને હું પૂજક, સાધુ ઉપાસ્ય અને હું ઉપાસક-એમ શ્રી નવપદોની સાથે દ્વૈતભાવ હોય છે. પરમેષ્ઠિવિષયક આ દ્વૈતભાવ પણ પ્રશસ્ય હેતભાવ છે અને તે અદ્વૈતભાવનું પ્રધાન કારણ છે. આ હેતભાવમાં ભક્તિની
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૬
પરાકાષ્ઠા છે, અર્થાત્ “મારે આ પરમાત્માની ભક્તિ જ જોઇએ. હુ· પરમાત્માના ભક્ત જ બન્યા રહું, તે સિવાય મને બીજું કાંઇ જ ન જોઇએ.'' અહી સાધકને મુક્તિ કરતાં પણ ભક્તિ વધુ પ્રિય બને છે. ભક્તિના આ પરિણામમાં તેના ચિત્તમાં સદૈવ પરમાત્મા જ વસી રહ્યા હોય છે. આથી આ પિરણામમાં આગળ વધતાં તેના દ્વૈતભાવ સવથા ભૂસાઈ જાય છે. પેાતાની જાતને તે પરમાત્મામાં વિલીન કરે છે, અર્થાત્ યાતા ચેયસ્વરૂપ અને છે. પછી તેને મારા આત્મા જ અરિહંતાદિ છે-એમ નવેય પદાની સાથે ઐકન્યભાવ ઉત્પન્ન થઈ આત્મતત્ત્વના સ`પૂર્ણ સાક્ષાત્કાર થાય છે, કે જે ધમનું અતિમ ધ્યેય છે, ચેાગના અંતિમ આદેશ છે અને સાધનાનું અંતિમ ફળ છે. આ રીતે શ્રી નવપદજીનું ધ્યાન અતે આત્માને ચૈતન્ય અને આનંદની પરમ સીમાએ પહેાંચાડનારુ અને છે. તેનાથી બીજા અવાન્તર લાભા સહેજે પ્રાપ્ત થાય તેમાં કાંઈ નવાઈ નથી. ચેાગથી જે સિદ્ધિએ પ્રાપ્ત થાય છે, તે બધી શ્રી નવપદજીના એકાગ્રતાપૂર્વક થતાં યાનથી પ્રાપ્ત થાય છે, કારણુ કે-શ્રી નવપદજીમાં તન્મયતા પ્રાપ્ત થવી એ એક પ્રકારના શ્રેષ્ઠ ચેાગ જ છે.
શ્રીપાળ મહારાજાએ શ્રી નવપદના આલંબનથી કેવી સુંદર તન્મયતા-એકાગ્રતા કેળવી હતી અને કેવી રીતે આત્મતત્ત્વના સાક્ષાત્કાર કર્યાં હતા, તે હકીકત પ્રસ્તુતમાં ખાસ ઉપયાગી હાવાથી અહી... રજુ કરીએ છીએ.
Page #466
--------------------------------------------------------------------------
________________
કરેલું 'एवं च संथुणतो सो जाओ, नवपयसु लीणमणो ।
जइ कहवि तह पेक्खइ, अपाणं तम्मयं चेव ॥ १ ॥
શ્રી સિરિ સિરિવાલ કહામાં ચરિત્રકાર શ્રી રતનશેખર સૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે-રાજા શ્રીપાળ પિતાની અંતિમ અવસ્થામાં શ્રી નવપદોના ધ્યાનમાં અને સ્તુતિમાં એવા લીન મનવાળા બની ગયા હતા, કે જે ધયાનના પ્રભાવે પિતાના આત્માને તન્મય અર્થાત શ્રી નવપદમય જેવા લાગે.
અહીં શ્રી નવપદેના ધ્યાનને પ્રભાવ થાતાને કેવા પ્રકારે ફળદાયી નિવડે છે, તેનું યથાસ્થિત આલેખન છે. શ્રી નવપદોની ભક્તિ અને આરાધના જીવનમાં જ્યારે વિધિ પૂર્વક થાય છે, ત્યારે તેનું અંતિમ ફળ શ્રી નવપદમય પિતાને આત્મા છે, તેવા દર્શનમાં પરિણમે છે. એ દર્શન અંતે આત્મા પોતે જ શ્રી નવપદસ્વરૂપ છે–એવા જ્ઞાનમાં પરિણમે છે. એ જ્ઞાન છેવટે ધ્યાતાને પિતાના આત્મામાં જ લીન મનવાળો બનાવે છે. આત્માનું આ જાતિનું જ્ઞાન એ જ મેક્ષનું અસાધારણ કારણ બને છે.
- શ્રી યોગશાસ્ત્ર નામના મહાશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ધ્યાનનું રહસ્ય બતાવતાં, એ જ વાતને નીચેના શબ્દોમાં ફરમાવે છે – 'मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च, तद्ध्यानं हितमात्मनः ॥ १ ॥
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૧૮
સકળ ફના ક્ષય રૂપી માક્ષ આત્મજ્ઞાનથી થાય છે અને આત્મજ્ઞાન એ ધ્યાનથી સાધ્ય છે. એટલા માટે ધ્યાન એ જ આત્માનુ પરમ હિત કરનાર છે. આત્મહિતકારક આ ધ્યાનની સામગ્રી શ્રી નવપદા પૂરી પાડે છે. શ્રી નવપદો એ આત્માનુ જ શુદ્ધ સ્વરૂપ છે. એનુ અવલ ખન લેનાર પેાતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રત્યક્ષ કરી શકે છે. આત્મજ્ઞાન જેનું ફળ છે, એવી આરાધનાને જ શ્રી જૈનશાસનમાં મેાક્ષમાગ તરીકે વર્ણવેલ છે. બધી આરાધનાનું અંતિમ લક્ષ્ય આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન છે અને ધ્યાન દ્વારા તે જ્ઞાન પ્રત્યક્ષ કરી શકાય છે. શાસ્ત્ર દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપનું પરાક્ષ જ્ઞાન મેળવનાર તે જ્ઞાનને ધ્યાન દ્વારા પ્રત્યક્ષ કરી શકે છે. આથી ખાર પ્રકારના તપમાં ધ્યાનરૂપી અભ્ય તર તપને ઉત્કૃષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. તપના બીજા બધા પ્રકારો ધ્યાનરૂપી અભ્ય ́તર તપની પુષ્ટિ માટે છે. ધ્યાનરૂપી અભ્ય તર તપની પુષ્ટિ માટે જો તે ન થાય, તા તેની કિ’મત માક્ષમાગ માં કાંઈ નથી, કેમ કે-આત્મધ્યાન જ આત્મજ્ઞાન યાને આત્મસાક્ષાત્કારનું કારણ અને છે. એ જ વાતને ઉપાધ્યાય શ્રી યÀાવિજયજી મહારાજ શ્રી શ્રીપાળરાસની ચેાથા ખંડની સાતમી ઢાળમાં નીચે મુજખ વણ્ વે છે.
અરિહંત સિધ્દ તથા ભલા, આચારજ ઉવજ્ઝાય; મુનિ દ’સણુ નાણુ ચરિત્ત તવ,એનવપદ મુક્તિ ઉપાય. ૧ એ નવપદ યાતા થકા, પ્રગટે નિજ આતમ રૂપ આતમદરિસણુ જેણે કર્યું, તેણે સુંઘો ભવભય ગ્રૂપ ૨
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૯
ક્ષણ અધે જે અઘ ટળે, તે ન ટળે ભવની કાડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી,નહિ જ્ઞાન તણીછે જોડીરે, ૩ આતમજ્ઞાને મગ્ન જે, તે સત્ર પુદ્દગલના ખેલ; ઇન્દ્રજાલ કરી લેખવે, ન મિલે તિહાં દે! મન મેલ. ૪ જાણ્યા યાયા આતમા, આવરણ રહિત હાય સિદ્ધ; આતમજ્ઞાન તે દુ:ખ હરે, એહિજશિવહેતુ પ્રસિદ્, પ ચેાથે ખરૂં સાતમી ઢાળ, પૂરણુ થઇ તે ખાસ; નવપદ મહિમા જે સુણે, તે પામે મુજસ વિલાસ. ૬
અહી શ્રી નવપદના ધ્યાનને મુક્તિના પરમ ઉપાય કહ્યો છે, કેમ કે-તે ધ્યાન આત્માના શુદ્ધ સ્વરૂપનું અપશક્ષ જ્ઞાન કરાવે છે. જો આત્મજ્ઞાનના ધ્યેય વિનાની તપસ્યા ક્રેડા ભવે સુધી કરવામાં આવે, તે પણ તે મુક્તિનું કારણ થતી નથી. શ્રી નવપદેના મહિમા આત્મજ્ઞાનના કારણે છે, એમ શ્રી શ્રીપાળચરિત્ર ખ્રિદ્ધ કરે છે, શ્રીપાળ રાજાની બધી આરાધના અંતે આત્મજ્ઞાનમાં પિરણામ પામી હતી. આજે પણ જેએ શુદ્ધ ભાવથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શ્રી નવપદની આરાધના કરે છે, તેમે આત્મજ્ઞાનના અધિકારી બનીને રાજા શ્રીપાળની જેમ અલ્પ ભવે માક્ષના અધિકારી થઈ શકે છે,
ફલશુદ્ધિ.
શ્રી નવપદજીની આરાધના શા માટે હાવી જોઇએ, તે માટે સાધકનું કોઈ ચેાક્કસ ધ્યેય હેવું જરૂરી છે. શ્રી
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૩૦
જૈનશાસનમાં આરાધનાના મુખ્ય હેતુ સર્વ કર્માંના ક્ષયરૂપ અને આત્માના સચ્ચિદાન દસ્વરૂપ મક્ષપદની પ્રાપ્તિરૂપ નિર્દેશ કરવામાં આવ્યે છે, પરંતુ બીજા કાઈ ઇરાદે નહિ. મુક્તિના હેતુ સિવાય થતા ધર્મોનુષ્ઠાનને શાસ્ત્રામાં નીચે મુજબ અન કારક અને નિરથ ક વ વવામાં આવેલ છે. કહ્યુ' છે કે
• લબ્ધિ, કીર્તિ આદિ આ લેાકના ફળની અપેક્ષાથી કરવામાં આવતું. અનુષ્ઠાન એ વિષાનુષ્ઠાન છે. અનુષ્ઠાન કરતી વખતે આ લેાકના ફળની ઈચ્છા રાખવી, તે અ'ત:કરણના પરિશુદ્ધ પરિણામના તત્કાળ નાશ કરે છે, તેમ જ કલ્પતરુ અને ચિંતામણિ આદિની ઉપમાઓથી પણ અધિક એવા ધર્માનુષ્ઠાન વડે તુચ્છ એવી કીર્તિ આદિના લાભની આકાંક્ષા ધર્મની લઘુતા કરાવનાર છે.
""
આ લેાકના ભાગથી નિઃસ્પૃહ, પર`તુ પલેાકમાં દેવ, દૈવેન્દ્ર અને ચક્રવર્તી આદિના સુખની સ્પૃહાવાળા અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવામાં આવ્યુ છે. જેમ વિષે પ્રાણના તત્કાલ નાશ કરે છે, તેમ ‘ગર' કાલાન્તરે તેને નાશ કરે છે.
:
વળી કોઈ પણ પ્રકારના ધ્યેય વિના અને ઉપયાગની શૂન્યતાપૂર્વક થતા અનુષ્ઠાનને અનનુષ્ઠાન કહેવામાં આવ્યું છે, અર્થાત્ તે અનુષ્ઠાન વાસ્તવિક અનુષ્ઠાન નથી.
આ રીતે વિષ, ગરલ અને અનનુષ્ઠાન નામના ત્રણ અનુષ્ઠાનામાં મુક્તિનું ધ્યેય ન હાવાથી તે આત્માને હિતકર નથી, પરંતુ જે અનુષ્ઠાન પરિણામે તાત્મિક અનુષ્ઠાનરૂપે
Page #470
--------------------------------------------------------------------------
________________
કા
એટલે કે- અમૃતાનુષ્ઠાનરૂપે પરિણમવાનું છે, તે તહેતુ અનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન-એ બે અનુષ્ઠાને મુક્તિનું કારણ હેવાથી આત્માને અત્યંત હિત કરનાર છે.
અમૃત અનુષ્ઠાનનું લક્ષણ બાંધતાં કહ્યું છે કે – તદ્દગત ચિત ને સમય વિધાન,
ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણે; વિસ્મય પુલ પ્રમાદ પ્રધાન,
લક્ષણ એ છે અમૃતક્રિયા તણે.” અથ–જેમાં ચિત્તની એકાગ્રતા છે, જે શાસ્ત્રોક્ત વિધિથી યુક્ત છે, જેમાં શુભ ભાવની અત્યંત વૃદ્ધિ છે, જે કરતી વખતે ભાવને અતિશય ભય છે, ચિત્તમાં વિસ્મય છે, શરીરમાં રેશમાંચ ખડા થાય છે અને દરિદ્રને નિધાનની પ્રાપ્તિથી કે જન્માંધને નેત્રની પ્રાપ્તિથી પણ જેમાં અધિક આનંદ છે, એ પ્રકારના લક્ષણવાળા અનુષ્ઠાનને અમૃતાનુષ્ઠાન કહેવાય છે.
આ અનુષ્ઠાન અમરણને એટલે મુક્તિને અવધ્ય હેતુ હેવાથી, તેને અમૃતાનુષ્ઠાન કહેવાય છે. આવું અનુઠાન જે એક જ વાર પ્રાપ્ત થઈ જાય, તે પણ તેને અનુભવરૂપી રસાસ્વાદ કદી પણ જતું નથી.
આ રીતે શાસ્ત્રકારોએ આરાધનાના ફળ તરીકે મુક્તિપ્રાપ્તિના ધ્યેયને નજર સમક્ષ રાખવાનું ભારપૂર્વક ફરમાવ્યું છે અને અનંતર કે પરંપરાએ જેનાથી મુક્તિપદની પ્રાપ્તિ થાય તેવા અનુષ્ઠાનને જ તાવિક અનુષ્ઠાને તરીકે વર્ણવ્યા છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૩
તમામ મુમુક્ષુ સપુરુષે આ મુક્તિ તરફ કેમ આકષયા છે, તે હકીકત પણ સમજવા યોગ્ય છે. ઉત્તમ પુરુષે કદાપિ નિષ્ફળ પ્રવૃત્તિ કરતા નથી. તેઓ પ્રાપ્ત સુખને છોડીને હર્ષ પૂર્વક સંયમના આકરા માર્ગે પ્રયાણ કરવાનું પસંદ કરે છે, તેનું મુખ્ય કારણ તેઓને પિતાની વિવેકદષ્ટિથી અને ન્યાયબુદ્ધિથી સંસારની અસારતા બરાબર લક્ષમાં આવી ગઈ હોય છે અને એવી દઢ પ્રતીતિ થયેલી હેય છે કેમુક્તિપદની પ્રાપ્તિ થયા સિવાય આપણા તરફથી બીજા જીને સંપૂર્ણ અભય કદી પણ મળી શકવાનું નથી, પણ કોઈ ને કાંઈ બીજાના કષ્ટમાં નિમિત્તભૂત બનવું જ પડે છે. ઉત્તમ પુરુષને પિતાના દુઃખ કરતાં પણ પરનું દુઃખ વધુ કષ્ટકારક બને છે. વળી શાસ્ત્રવચનથી સંયમના ફળ તરીકે પ્રાપ્ત થનાર મુક્તિપદની સુંદરતા પિતાના જ્ઞાનમાં બરાબર અંકિત થયેલી હોય છે. એ ફલશુદ્ધિ ઉપરની અવિચલ શ્રદ્ધાથી જ તેઓને સંયમજીવન કષ્ટકારક નહિ પણ આનંદદાયક બને છે.
શાસ્ત્રોમાં મુક્તિ સુખનું વર્ણન કરતાં ફરમાવવામાં આવ્યું છે કે-વાં મરણ નથી. ઘડપણ નથી, પીડા નથી, શોક નથી, ઉગ નથી, ભય નથી, ક્ષુધા નથી, તૃષા નથી, અને કઈ પણ પ્રકારના ઉપદ્રવ નથી. ત્યાં તે તદ્દન સ્વાભાવિક બાધા -પીડા વગરનું, પિતાને સ્વાધીન, અન્ય ઉપમા વગરનું અનંત સુખ, સુખ અને સુખ જ છે. બીજા સુખે બહાર લેવા જવા પડે છે, જ્યારે એ મુક્તિના સુખે સ્વભાવે
Page #472
--------------------------------------------------------------------------
________________
અંદરથી જ મળે છે. બીજા સુખમાં વચ્ચે કાંઈ પીડા-ઉદ્વેગ થાય છે, જ્યારે મોક્ષના સુખમાં કાંઈ પીડા-અડચણઅંતરાય થતાં નથી. બીજા સુખમાં અન્ય પાસેથી વસ્તુ, ધન, સમય, સહાય આદિની અપેક્ષા રહે છે. નિવૃત્તિ નગરીનાં સુખ પિતાની ઉપર જ આધાર રાખે છે. બીજ સુખને છેડે આખરે આવે છે અને ત્યારે પાછું દુઃખ થાય છે. મેક્ષના સુખને છેડો કદી આવતું નથી. દુનિયા દારીના સુખોને સરખાવવા માટે બીજી ચીજ હોય છે, જ્યારે મોક્ષના સુખ અવશ્ય–અતર્યું છે અને તેની સાથે સરખાવી શકાય એવી આ દુનિયામાં કોઈપણ ચીજ નથી. જ્યારે એને અનુભવ થાય, ત્યારે જ તે કલ્પી શકાય તેમ છે. અને ખરે ખ્યાલ તે સંપૂર્ણજ્ઞાની અથવા વિશિષ્ટ મહાગીને આવી શકે તેમ છે.
વળી પણ કહ્યું છે કે-જે સંસારના તમામ સુખે એકત્ર કરી તેને વગ કરવામાં આવે, અર્થાત તેટલાને તેટલાએ ગુણવામાં આવે તે પણ તે સુખ સંપૂર્ણ સ્વરૂપલાભ અને સહજાનંદસ્વરૂપ મુક્તિ જે આત્માએ પ્રાપ્ત કરી છે, તે આત્માના સુખના એક પ્રદેશના સુખ જેટલું પણ થઈ શકતું નથી. વળી જે મુક્તાત્માઓના સુખને માત્ર એક અંશ જ લેવામાં આવે, તે પણ તે સુખ સમગ્ર કાકાશમાં સમાઈ , શકે નહિં.
જેમ ગ્રામ્યજન કદાચ નગરના ગુણને જાણે તે પણ ઉપમા યોગ્ય વસ્તુના અભાવથી તેનું વર્ણન કરી શકતે
૨૮
Page #473
--------------------------------------------------------------------------
________________
નથી, તેમ જ્ઞાની પુરૂષે પણ મુક્તાત્માઓનું સ્વરૂપ જાણતાં હેવા છતાં પણ તેઓનું સ્વરૂપ કહેવાને માટે સંસારમાં કોઈ ઉપમા નહિં મળવાથી કહી શકતા નથી.
એવું અનુપમ, અનુત્તર અને અવિનાશી કદી પણ ક્ષય ન પામે તેવું સુખ મુક્તિમાં રહેલું છે.
મુક્તિપદને પામેલા મુક્તાત્માએામાં આવા પ્રકારના અનુપમ સુખની જેમ બીજા પણ અનંતગુણે પ્રગટ થયા હોય છે, પરંતુ તે બધા ગુણે ખરી વાણ દ્વારા વર્ણવી શકાતા નથી. પં. પદ્યવિજયજી ગણિવર શ્રી નવપદની પૂજામાં સંક્ષેપમાં જણાવતાં કહે છે કે– “નવપદનું ધ્યાન ધરતાં નવ ક્ષાયિક ગુણ આવે.” અર્થાત-જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભગ, ઉપભેગ, વીર્ય, સમ્યક્ત્વ અને ચારિત્ર એ નવ ક્ષાયિક ભાવે મુક્તાત્માઓમાં પ્રગટ થાય છે.
ક્ષાયિક ભાવે જ્યારે આ ગુણે પ્રગટે, ત્યારે ત્રણેય ભુવનના તમામ જીવોને એકી સાથે તારી શકે એવું અચિંત્ય સામર્થ્ય તેઓમાં પ્રગટ થાય છે, તેથી યોગ્ય રીતે તેઓનું જે કઈ આલંબન લે છે, તેઓ તેમને ક્ષણવારમાં પરમાત્મપદની પ્રાપ્તિ કરાવનારા બને છે.
સંસારમાં ખેંચી રહેલા જીના ઉદ્ધાર કરવાનું ઉત્કૃષ્ટ સામર્થ્ય સિદ્ધાત્માઓમાં હોય છે. ગુણપ્રકર્ષની ટોચે પહોં. ચેલા સિદ્ધાત્માઓનું ધ્યાન એ કર્મ રૂપી વનને બાળી નાખવા માટે દાવાનળ સમાન છે, એમ શાસ્ત્રોમાં ફરમાવ્યું છે.
Page #474
--------------------------------------------------------------------------
________________
૪૩૫
આ રીતે સિદ્ધ પરમાત્મા એક બાજુ આખા જગતના
જીવાને સ’પૂર્ણ અભય' આપનારા બને છે અને ખીજી ખાજી પાતાના અસ્તિત્વ દ્વારા જગતના જીવાને દયાન માટેનું શ્રેષ્ઠ આલેખન આપી રહ્યા હૈાય છે. આ વિશ્વ ટકી રહ્યુ છે અને તેમાં જે કાંઈ ઉધ્વગતિ થઈ રહી છે, તેમાં જો કાઇ આ ક શક્તિ હાય તાતે સિદ્ધ ભગવતાની છે અને તેથી જ સિદ્ધ ભગવાને ‘મુવનઘરધરળવુંમાં ' અર્થાત્ ત્રણ ભુવનરૂપી ઘરને ધારણ કરવા માટે સ્ત'ભની ઉપમા આપવામાં આવી છે.
"
આવા સિદ્ધપદની પ્રાપ્તિ અર્થે આરાધના કરવી, એ આરાધનાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આદશ છે અને તે સમગ્ર વિશ્વને કલ્યાણરૂપ હાવાથી જ્ઞાની ભગવતાએ તેના ખાસ નિર્દેશ કર્યાં છે અને તે તરફ ભવ્ય જીવેનુ લક્ષ્ય દાયુ છે.
સૌ કાઇ શ્રી નવપદજીની આરાધનામાં લીન મનવાળા
થઈ પરમ કલ્યાણ સાધનારા મને, એ જ શુભેચ્છા.
Page #475
--------------------------------------------------------------------------
________________
પરમાત્મ પ્રાથના.
હે પ્રભો ! મારી એવી દશા કયાર જાગ્રત થશે કે અહોનિશ તારી આજ્ઞા હું ફૂલની માળાની પેઠે મારા મસ્તક પર ધારણ કરનારો બનીશ! તારા વચને ઉપર પૂર્ણ શ્રદ્ધા મને કયારે જાગૃત થશે?
હે ક્ષમાસાગર! તારી ક્ષમા જઈ તારા જેવી ક્ષમા કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ? તારી દયા જઈ મારામાં એવી દયાના અંકુશ કયારે પ્રગટ થશે ? તારી અનંત કરૂણા જોઈ મારામાં એવી કરૂણાનો પ્રવાહ અખલિત ધારાએ કયારે વહેતે થશે? તારી શાંતિ જોઈ મારામાં એવી અખંડ શાંતિ સ્થિરપણે કયારે પ્રગટ થશે? તારી પ્રસન્નતા જોઈ મારામાં એવી પ્રસન્નતા કયારે પ્રગટ થશે? તારું નિશ્ચલ નિર્મળ ધ્યાન જોઈ મારામાં એવું નિશ્ચલ અને નિર્મળ ધ્યાન કયારે પ્રગટ થશે ? સર્વ જીને તારવા માટેની તારી અપૂર્વ પરોપકારબુદ્ધિ જોઈ મારા હૃદયમાં સર્વ જીવો પ્રત્યે તેવી પરોપકારબુદ્ધિ કયારે જાગ્રત થશે ? તારી અનુપમ સહન શીલતા જોઈ મારામાં પણ એવી સહનશીલતા કયારે પ્રગટ
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૩૭
થશે ? સુખ-દુઃખ પ્રત્યે, માન-અપમાન પ્રત્યે, શત્રુ-મિત્ર પ્રત્યે અને સર્વત્ર તારી અજોડ સમતા જોઈ મારામાં પણ એવી સમતા કયારે પ્રગટ થશે? વિશ્વ પ્રત્યેનું તારું નિઃસીમ વાત્સલ્ય જોઈ મારામાં પણ એવું વાત્સલ્ય કયારે પ્રગટ થશે? તારી સ્વરૂપમાં રમતા જોઈ એવી સ્વરૂપરમાણુતામાં હું કયારે મગ્ન બનીશ? હે પ્રભો! મારા આત્માના પ્રત્યેક પ્રદેશ અણુએ અણુમાં તારો વાસ ક્યારે થશે?
હું અને તું, ભૂલી જઈ હું તે તું અને તું તે હું તારી સાથે એવી ઐકયવૃત્તિ મને કયારે ઉત્પન્ન થશે? એક માત્ર તુહિ, તુંહિ તુહિ એમ અખંડ ચિંતવન મારા રોમેરમમાં કયારે આવિર્ભાવ પામશે ?
ત્વમેવા, ત્વમેવાણું, ત્વમેવાઈ, તારી સાથે આવી અભેદતા પ્રાપ્ત કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ? તારામાં જ અખંડ પ્રેમ, તારામાં જ અખંડ ભક્તિ અને તારામાં જ મને સર્વસ્વ બુદ્ધિ કયારે પ્રગટ થશે? અને તેના પરિ. ણામે પ્રગટ થનારા અપૂર્વ સુખનો અનુભવ મને કયારે પ્રાપ્ત થશે ?
અથવા–
હે પ્રભે તું યેય હું ધ્યાતા, તું સેવ્ય હું સેવક, તું આરાધ્ય હું આરાધક, તું ઉપાસ્ય હું ઉપાસક, તું પૂજય હું પૂજક, તું દેવ હું ચાકર, તું ગુરુ હું શિષ્ય, તું કમળ હું ભ્રમર, તું ચંદ્ર હું ચકર, તું સૂર્ય હું સૂર્યવિકાસી
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૩૮
કમળ, અને તુ' જ તારક, તુ જ ધર્મ, તું જ પિતા, તું જ માતા, તું જ બંધુ, તું જ મિત્ર, તું જ કુટુંબ, તું જ જ્ઞાતિ, તુ જ વિશ્વ અને તું જ મારું સ`સ્વ છે. એ રીતે તારામાં નિશ્ચલ અનન્ય ભક્તિ મારામાં કયારે ઉત્પન્ન થશે ?
હૈ વિભેા ! તારા વિના આ દુનિયા ઝેરરૂપ, પત્થરરૂપ, દુઃખરૂપ, ધનરૂપ, કારાગૃહરૂપ, તથા સર્વથા ત્યાગવારૂપ કયારે લાગશે ? માહજનિત સાંસારિક તમામ ભાવા ઉપર મને અસ્ખલિત વૈરાગ્ય ભાવ કયારે ઉત્પન્ન થશે ?
હું પ્રભેા ! સČજ્ઞ હિ'સા કરે નહિ તે હુ સજ્ઞના ઉપાસક થઇ રાચીમાચીને કેમ હિ'સા કરુ` ? સર્વાંગ અસત્ય મેલે નહિ તે હું જાણી જોઇને કેમ અસત્ય એટલુ? સ`જ્ઞ અનુત્ત તે નહિ તે હુ' સ`જ્ઞના પુત્ર થઇ નિષ્ણ"સપણે અદત્ત કેમ લઉં ? સર્વજ્ઞ અબ્રહ્મ સેવે નહિ તે હું કેમ સેવું ? સજ્ઞ દ્રવ્યથી અને ભાવથી પરિગ્રહ રહિત હતા તે હું આસક્તિપૂવ ક પરિગ્રહ કેમ રાખુ? સČજ્ઞ ક્રોધાદિ કષાયા કરે નહિ તેા તેના અનુયાયી હું કષાયામાં રક્ત કેમ ખનું ? સગ અઢાર પાપસ્થાનક સેવે નહિ તેા તેમના મતના અનુરાગી થઇ તેમના શત્રુરૂપ અઢારે પાપસ્થાનકની સેવામાં કેમ આનંદ માનું? અહાહા! કેટલી બધી મારી આ ભૂલ છે ! કેટલી બધી જડતા છે! કેટલા બધા મારા અવિવેક છે ! કેટલી બધી મારી વિપરીત ચેષ્ટા છે ! કે જે અઢાર પાપસ્થાનક મારા પોતાના શત્રુએ છે, તેને હું સાન આપું છું. તેમના હું સંગ કરુ છું. તેમને હું' મારા
Page #478
--------------------------------------------------------------------------
________________
va
મિત્ર ગણુ છુ. પણ હવે મારે તે તમામ પાપસ્થાનકાના ત્યાગ કરવા જોઇએ અને એ ત્યાગ કરવા માટેના પુરુષા કરવાનું બળ હે પ્રભુ ! મારામાં કયારે પ્રગટ થશે ?
હે પ્રભેા ! મારા હૃદયમાં સર્વ જીવા પ્રત્યે મૈત્રીભાવ, દુઃખી જીવા પ્રત્યે દ્રવ્યથી અને ભાવથી કરુણાભાવ, ગુણી જના પ્રત્યે પ્રમાદભાવ અને કાઈપણ ઉપાયથી સુધાર્યા ન સુધરી શકે તેવા જીવા પ્રત્યે મધ્યસ્થ ભાવ, આવી પ્રશસ્ત ભાવનાઓ મારા હૃદયમાં કયારે જાગૃત થશે ?
હે ભગવન્ ! હુ· નવતત્ત્વ ભણ્યા, પણ તત્ત્વમય ન થયા, ક્ષેત્રસમાસ ભથૈ પણ આંતર શત્રુઆના સમાસ કરતાં ન શીખ્યા, ચાવીસ દડક મે... વાંચ્યા, વિચાર્યા પણ અંદરના ક્રૂડ મૈં ન તયા, જીવના પાંચસે ત્રેસઠ ભેદવિચાર્યા પણ અભેદમય ન થયા, ક્રમ ગ્રંથ વાંચ્યા પણુ ક્રમની વિવિધ પ્રકૃતિએના વિચાર કરી મારા પેાતામાંથી તે પ્રકૃતિના ત્યાગ કરવા સમથ ન થયા, શાસ્રા વાંચ્યા, સાંભળ્યા પણ તેના ભાવાથ ન સમજ્યા, સત્સ ́ગ કર્યાં પણ સત્યજ્ઞાન ન થયું. ભવચક્રમાં અનેકવાર સદ્ગુરુ મળ્યા પશુ સ્વચ્છંદે ચાલવાની અનાદિ ટેવ ન જવાથી તેમને ત્રિકરણ ચાગે અનુસર્યા નહિ, તેમના પ્રત્યે નમ્ર બન્યા નહિ. પ્રમાક્રના પરિહાર કર્યાં નહિ. વિષય-કષાયની તીવ્રતા ટળી નહિ અને તેથી તેમની આજ્ઞાનું પાલન કર્યું નહિ, તેથી તેમના સચાગ ફૂલ્યા નહિ.
શ્રી તીથકર ભગવ'તાના ચરિત્રા વાંચ્યા, સાંભલ્યા પણ
Page #479
--------------------------------------------------------------------------
________________
४४०
તેને અંદર પણિમાળ્યા નહિ, માત્ર તે વાંચનરૂપ અને શ્રવણુરૂપ થયાં. આ રીતે હુ “ ભણ્યા પણ ગણ્યા નહિ” જાણ્યું પણ આદર્યું નહિ અને તેથી મારા ઉદ્ધાર થયા નહિ.
હું પ્રભેા ! હવે મને સદ્ગુરુ' શરણ, સ્રગુરુની સેવા, સદ્ગુરુની મન, વચન, કાયાથી ભક્તિ તથા સદ્ગુરુ પ્રત્યે અંતરંગ પ્રીતિ અને બહુમાન, સદ્ગુરુ પર શ્રદ્ધા, સદ્ગુરુ પર ગુરુબુદ્ધિ અને અહેાનિશ તેમના શરણાની જ ઈચ્છા અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાની દૃઢ અભિલાષા કયારે જાગ્રત થશે અને એ અભિલાષાને અમલમાં મૂકી તેને પાર પહોંચાડવા કયારે સમથ થઈશ ?
હે પ્રભુ!! મારા પેાતાના ઢાષા જેવાની અને અન્યના ગુણ ગ્રહણ કરવાની બુદ્ધિ મારામાં કયારે ઉત્પન્ન થશે ? મારા આત્મદ્રવ્યની અને પરમાત્માના આત્મદ્રવ્યની અર્થાત્ નિજપદ અને જિનપદની એકતા મને કયારે પ્રાપ્ત થશે ?
સત્તાથી સર્વ જીવા સરખા છે, સર્વ જીવા નિશ્ચયથી સ્વભાવે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ દČન સ્વરૂપ, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ, અનંત ઉપચાગમય, અને અનત શક્તિવંત છે, પશુ ક્રમ શત્રુના સૂ ́ગથી મલિન દેખાય છે, એમ જાણી કાઁના નાશ, કર્મના ત્યાગ, અને કમ'ની સત્તાને દૂર કરવાના સફળ પ્રયત્ન કરનારા હું કયારે બનીશ ? અને સત્તાથી સ જીવા સમાન છે, સિદ્ધના સાધર્મિક છે, એમ માની સર્વ જીવે ઉપર સમાન ભાવ મને કયારે પ્રગટ થશે ?
Page #480
--------------------------------------------------------------------------
________________
હું કેણ છું? કયાંથી આવ્યો છું ? કયાં જઈશ? આ શરીર શું છે? આ વિશ્વ શું છે? આ કુટુંબ કોણ છે? મારો આ સર્વ સાથે સંબંધ કેમ થયે? વાસ્તવિકમાં મારું શું છે? વર્તમાનમાં હું શું કરી રહ્યો છું? મારે શું કરવું જોઈએ? હું કરવા લાયક શું કરતે નથી? અને ન કરવા લાયક શું કરી રહ્યો છું ? ભવિષ્યમાં મારું શું થશે? ઈત્યાદિક વિચાર સાચી જિજ્ઞાસા અને વિવેકપૂર્વક સમતાભાવે હું કયારે કરીશ? આધ્યાત્મિક જ્ઞાનના તાવિક સિદ્ધાન્તને અનુભવ કરનારે હું કયારે બનીશ? અને આઠે કર્મોને નાશ કરી તેના બંધનમાંથી સર્વથા કયારે છૂટીશ?
હે પ્રભો ! આશ્રવ એ જ સંસાર છે, આશ્રવ એ જ બંધન છે, આશ્રવ એ જ દુઃખ છે, આશ્રવ એ જ સર્વથા ત્યાગ કરવા લાયક છે તથા સંવર અને નિર્જરા એ જ સુખના સાચાં સાધન છે, આવા સતત ઉપયોગમાં હું કયારે રહીશ? અત્યારે હું મારા સ્વરૂપમાં છું કે નહિ ? હું શુભ ઉપગમાં છું કે નહિ? હું ધર્મધ્યાનમાં છું કે નહિ ? હું સ્વભાવમાં છું કે નહિ ? હું હમણાં નિર્જરા કરું છું કે નહિ? હું હમણાં અનિત્યાદિ ભાવનાઓના ચિતવનમાં છું કે નહિ? એમ વારંવાર મને કયારે થશે? આવી ભાવના, ઓમાં વારંવાર રમણતા કરનારો હું કયારે થઈશ ?
Page #481
--------------------------------------------------------------------------
________________
મારામાં ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષવૃત્તિ છે કે નહિ? એમ ક્ષણે ક્ષણે જેવા હું કયારે ભાગ્યશાળી થઈશ?
તત્વથી જોઈએ તો આત્મા એ જ દેવ છે, આત્મા એ જ જ્ઞાન છે, આત્મા એ જ દર્શન છે, આત્મા એ જ ચારિત્ર છે, આત્મા એ જ સંવર છે, આત્મા એ જ પંચ પરમેષ્ઠિ છે, આત્મા એ જ સુખ છે, આત્મા એ જ સમતા છે, આત્મા એ જ મેક્ષ છે, આમા એ જ અખંડ આનંદ છે અને આપણે આત્મા એ જ પરમ આલંબનરૂપ છે એમ યથાર્થ પ્રતીતિ મને ક્યારે થશે?
રાગ-દ્વેષ રહિત હે પ્રભો આપનો ઉપદેશ સર્વથા સત્ય છે, અત્યંત પ્રિય છે, ત્રિકાલ હિતકર છે, વળી તે મને પ્રમાણભૂત છે, હવે હું તેને અધિકારી થવા પ્રયત્ન કરીશ. કર્મવશ જીવોની ખામીઓ જોઈ તેમને તિરસ્કાર નહિ કરું, પણ ભવસ્થિતિને વિચાર કરી તેમના પ્રત્યે સમભાવ રાખવા પ્રયત્ન કરીશ. - હે પ્રભે! તારું આગમ સાંભળ્યા પછી હવે હું બહારને ખટે ઢોંગ ધારણ કરીશ નહિ. એ દંભ સેવીશ નહિ, બેટે ઠગ થઈશ નહિ, હું શુદ્ધ ભક્ત થવા પ્રયત્ન કરીશ. પ્રભો ! તારા માર્ગને હું કલંક લગાડીશ નહિ, તારા શાસનને નિંદાવીશ નહિ, તારા શાસનની સેવાને અનાદર કરીશ નહિ, અશુદ્ધ પ્રરૂપક બનીશ નહિ. સ્યાદવાદનું સ્વરૂપ
Page #482
--------------------------------------------------------------------------
________________
અને તેનું રહસ્ય જાણવા પ્રયત્ન કરીશ. આશાતના તજવાને ખપ કરીશ. શુદ્ધ પ્રેમથી તારા મંગલ નામને જપ કરીશ. અને પ્રત્યેક આચરણમાં તારી આજ્ઞા પ્રમાણે જીવન ઘડવાને યથાશક્તિ પ્રયત્ન કરીશ.
જ્ઞાનનિરપેક્ષ એકલી ક્રિયા અને ક્રિયાનિરપેક્ષ એકલું જ્ઞાન ધારણ કરવાનો આગ્રહ રાખીશ નહિ. પણ સમ્યજ્ઞાન સહિત ક્રિયા ભક્તિ અને વૈરાગ્ય ધારણ કરી “જ્ઞાનવિચાચ્ચાં મોક્ષ ” એ જાતની સનાતન હિતશિક્ષાને ધારણ કરી તેને અમલ કરવા કટિબદ્ધ થઈશ. બીજા જીની સાથે તેમના અધિકાર પ્રમાણે વર્તીશ, અને હું તારી આજ્ઞાના પાલન માટે સારો અધિકારી થવા પ્રયત્ન કરીશ. આ બધી મારા અંતરની તીવ્ર ભાવનાઓ છે, તેને આપની પાસે મેં સરળ ભાવે પ્રગટ કરી છે.
હે પરમાત્મન્ ! મનુષ્યભવની દુર્લભતા મને સમજાઈ છે, તેની અમૂલ્યતા મારા લક્ષ્યમાં આવી છે, ત્રણ ભુવનનું બાહ્યા ઐશ્વર્ય આપતાં પણ જેને એક ક્ષણ પણ મળવો અતિદુર્લભ છે, માટે હું તેને એક ક્ષણ પણ વૃથા ગુમા વીશ નહિ, નિરર્થક નિંદા-વિકથા આદિમાં વખત ગાળીશ નહિ. આળસ-પ્રમાદને ત્યાગ કરી આત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કરીશ અને આત્મામાં જ રતિ, પ્રીતિ, અને પ્રેમ
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૪૪
વાલેા થઈશ. તારી આજ્ઞાને માથે ચડાવી શુદ્ધ સ્વરૂપને વિચાર કરીશ. તારા માના અનુભવ મેળવી અન્ય ચેાગ્ય સુપાત્ર જીવને તારા માર્ગ પમાડવા પ્રયત્ન કરીશ.
છેવટે તારા પરમ હિતકર માત્ર પામી તાશ પરમ પ્રભાવે “ સર્વ જીવા સુખી થાએ ” “ સર્વ જીવા સુખી થાએ ” એવી ભાવના મારા હૃદયમાં અહોનિશ જાગતી રહે એ જ મારી અભિલાષા છે.
આપના અચિંત્ય પ્રભાવથી હે પરમ કૃપાલુ દેવ ! મારી આ બધી ભાવનાએ સલ થાએ એમ આપની પાસે હું નમ્રભાવે વારવાર વિનવણી કરુ છુ.
दयासूनृतास्तेयनिःसंगमुद्रा, -
तपोज्ञानशीलैर्गुरूपास्ति मुख्यैः ।
सुमैरष्टभिर्योच्यते धानि धन्यैः,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ १ ॥
અ—ધન્ય એવા પુરુષા દયા, સત્ય, અચૌય, નિસ`ગ મુદ્રા, તપ, જ્ઞાન, શીલ અને ગુરુની ઉપાસના પ્રમુખ આઠ પુષ્પાથી જે ભગવંતનું જ્ઞાનયેાતિમાં પૂજન કરે છે, તે શ્રી જિતેન્દ્ર પરમાત્મા એક જ મારી ગતિ હૈ। ।। ૨ ।।
-શ્રી સિડ્સેન દિવાકરસૂરિવિરચિતા શ્રી વર્ધમાન દ્વાત્રિશિકા શ્લેા. ૩૦
Page #484
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેશ્વર પરમાત્માના નામ ગર્ભિત શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન.
(રાગ-સારંગ-મહાર) શ્રી સુપાસ જિન વદિયે,
સુખ સંપત્તિને હેતુ. લલના; શાંત સુધારસ જલનિધિ,
ભવસાગરમાં સેતુ, લલના. શ્રી સુપાસ ૧ સાત મહાભય ટાલ,
સપ્તમ જિનવર દેવ, લલના; સાવધાન મનસા કરી,
ધારે જિનપદ સેવ, લલના. શ્રી સુપાસ શિવ શંકર જગદીશ્વર,
ચિદાનંદ ભગવાન, લલના; જિન અરિહા તીર્થકર,
જ્યોતિ સ્વરૂપ અસમાન, લલના, શ્રી સુપાસ૦ ૩ અલખ નિરંજન વચ્છલુ,
સકલ-જંતુ-વિસરામ, લલના; અભયદાનદાતા સદા,
પૂરણ આતમરામ, લલના, શ્રી સુપાસ ૪
Page #485
--------------------------------------------------------------------------
________________
વીતરાગ-મદ-કલ્પના- રતિ-અરિત-ભય-સોગ, લલના; નિદ્રા-તંદ્રા-દુરદશા
રહિત અબાધિત યોગ, લલના. શ્રી સુપાસ ૫ પરમપુરષ પરમાતમા,
પરમેશ્વર પરધાન, લલના પરમપદારથ પરમેષ્ઠિ,
પરમદેવ પરમાન. લલના. શ્રી સુપાસ ૬ વિધિ વિરંચિ વિશ્વભરૂ,
હૃષિકેશ જગનાથ, લલના; અઘહર અમેચન ધણું, | મુક્તિ પરમપદ સાથ, લલના. શ્રી સુપાસ. ૭ એમ અનેક અભિધા ધરે,
અનુભવગમ્ય વિચાર, લલના; જે જાણે તેને કરે,
આનંદઘન અવતાર, લલના. શ્રી સુપાસ ૮
Page #486
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેશ્વર ભગવંતની પૂજાનું રહસ્યદર્શક શ્રી સુવિધિનાથ જિન સ્તવન.
(ાગ-કેદારે) સુવિધિ જિનેસર પાય નમીને, શુભ કરણ એમ કીજે રે અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂછજે રે. સુવિધિ. ૧ દ્રવ્યભાવ શુચિભાવ ધરીને, હરખે દેહરે જઇયે રે દહતિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈયે રે. સુવિધિ. કુસુમ અક્ષત વરવાસ સુગંધો, ધપ દીપ મન સાખી રે, અંગપૂજા પણ ભેદ સુણ ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુવિધિ. ૩ એહનું ફલ દોય ભેદ સુણજે, અનંતર ને પરંપર રે, આણા પાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર છે. સુવિધિ. ૪
Page #487
--------------------------------------------------------------------------
________________
re
ફૂલ અક્ષત વરધૂપ પદ્મા, ગંધ નવૈદ્ય ફલ જલ ભરી રે; 'ગ અગ્ર પૂજા મિલી અડવિધ, ભાવે ભવિક શુભગતિ વરી રે, સુવિવિધ ૫
સત્તર ભેદ એકવીશ પ્રકારે, અત્તર શત ભેદ્દે રે; ભાવપૂજા મહુવિધ નિરધારી, દાહગ દુર્ગતિ છેદે તુરિયભેદ પવૃિત્તિ પૂજા, ઉપશમ ખીણ સચેાગી રે; ચહા પૂજા ઇમ ઉત્તરજ્કયણે, ભાખી કેવલભાગી રે. સુવિધિ
છેદે રે. સુવિધિ ૬
એમ પૂજા અહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લેશે, આનધન પદ ધરણી રે. સુવિવિધ ૮
Page #488
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય,
પ્રભુભક્તિ આદિ આત્મકલ્યાણના અનેક અનુષ્ઠાને છે. પરંતુ કેઈપણ અનુષ્ઠાનમાં પ્રગતિ કરવી હોય અને તેમાં દઢ સ્થિરતા પ્રાપ્ત કરી તેના પારને પામવું હોય તે ક્રિયાની સાથે સાથે તેને અનુકૂલ સ્વાધ્યાયની પણ અનિવાર્ય આવશ્યકતા રહે છે. અનુકૂળતા મુજબ અને અનુકૂલ સમયે સ્વાધ્યાય ચાલુ રાખવાથી અનુષ્ઠાનના મૂળ ઘણાં ઉંડા ઉતરી શકે છે.
અનુકૂલ સમયે અને યોગ્ય રીતિએ પાણી મળવાથી જેમ બગીચે લીલાછમ બન્યો રહે છે, અને ફળીભૂત બને છે, તેમ સ્વાધ્યાયના બળથી ધર્મ અનુષ્ઠાનરૂપી બગીચો હમેશા લીલાછમ બન્યા રહે છે અને અનુષ્ઠાન ફળ આપવા સમર્થ બને છે. અથવા અનુષ્ઠાનને જે આત્માના રોગ નિવારણ માટેનું ઔષધ કહીયે તે સ્વાધ્યાયને તેના પશ્યના
Page #489
--------------------------------------------------------------------------
________________
૫૦
સ્થાને ગણી શકાય. ઔષધની સાથે જ્યારે પથ્યનું પાલન થાય છે, ત્યારે ઔષધ અનેકગણુ' અધિક લાભદાયી અને છે, તેથી અહીં હવે પછીના પ્રકરણેામાં ગદ્યમાં અનુપ્રેક્ષા સ્વાધ્યાયને ચૈન્ય અનિત્યાદિ ખાર ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના, કના સ્વરૂપના વિચાર, ધના સ્વરૂપના વિચાર, શ્રી નમસ્કાર મહામત્રનું માહાત્મ્ય, ધ્યાનસાધના આદિ આત્મસ્પર્શી હકીકત સાદી અને સરળ ભાષામાં રજી કરવામાં આવે છે. થાડા વખત દરરાજ તેનુ' ચિ'તન-મનન કરવામાં આવશે તે। આરાધનાના માર્ગ માં આગળ વધવા માટે આત્મામાં ઉત્સાહ જાગૃત કરવા માટે તે એક અનન્ય સાધનરૂપ બનશે.
शुभध्याननीरे रुरुकृत्य शौचं ।
सदाचार दिव्यांशुकैर्भूषितांगाः ||
बुधाः केचिदति यं देहगे |
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १ ॥ અથ—કાઇ પંડિત પુરુષા શુભ ધ્યાનરૂપી જલથી પવિત્ર થઈ અને સદાચારરૂપી દિવ્ય વસ્ત્રાથી અગને અલ કુત કરી, પેાતાના શરીરરૂપ મદિરમાં જે ભગવતના સ્વરૂપની પૂજા કરે છે. તે એક જ જિનેન્દ્ર મારી ગતિ થાઓ. ૧
જ
—શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિતા
શ્રી વર્ધમાન દ્વાત્રિંશિકા શ્લાક ૨૯
Page #490
--------------------------------------------------------------------------
________________
મેહવિષને શમાવનાર-નિર્મોહતાને પ્રકટાવનાર
અનિત્યસ્વાદિ બાર ભાવનાઓ.
પાંચ આશ્રવરૂપી મેઘની વૃષ્ટિથી નિરંતર પલવિત, વિવિધ પ્રકારનાં કર્મરૂપી લતાઓનાં વિસ્તારથી ગહન, મહામોહનાં ઘોર અંધકારથી વ્યાપ્ત, એવા આ ગાઢ સંસારરૂપી વનમાં ભટકતા પ્રાણીઓના હિતને માટે પવિત્ર કરૂણારસના ભંડાર શ્રી તીર્થંકરદેએ ઉપદેશેલી અમૃતરસને વરસાવનારી મનહર વચનરચનાઓ નિરંતર અમારું રક્ષણ કરતી જયવંત વતે !
સુંદર ભાવનાઓ વિના વિદ્વાનોના હૃદયમાં પણ શાંત રસરૂપી અમૃત ઉત્પન્ન થતા નથી. તેમ જ મોહરૂપી સપના વિષથી વ્યાપ્ત એવા આ જગતમાં સમતારૂપી અમૃત વિના લેશમાત્ર સુખ નથી.
સંસારભ્રમણના ખેદને દૂર કરવા માટે અને આત્માને અનંત સુખની સન્મુખ કરવા માટે, બુદ્ધિમાન પુરુષોએ શુભ ભાવનારૂપી અમૃતરસનું નિરંતર પાન કરવું જોઈએ.
મોહના કારણે નષ્ટ થયેલી સમતાને ઉત્પન્ન કરવા માટે નિરંતર સુંદર ભાવનાઓ કરવી જોઈએ.
Page #491
--------------------------------------------------------------------------
________________
મનુષ્યના ચિત્તની અંદર આતં–શૈદ્ર ધ્યાનરૂપી અગ્નિ સતત સળગ્યા કરે છે, તેથી વિવેકને અંકુર નષ્ટ થાય છે, વિષયલેલુપતા વધે છે, એવા વિવેકહીન અને વિષયલોલુપી ચિત્તની અંદર પણ સમતારૂપી વેલને ઉગાડવા માટે અચિંત્ય ચામર્થ્ય ધરાવનાર ૧ અનિત્ય, ૨ અશરણ, ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિ, ૭ આશ્રવ, ૮ સંવર, ૯ નિર્જરા, ૧૦ લોકસ્વરૂપ, ૧૧ સ્વાખ્યાત ધર્મ, ૧૨ બોધિ દુર્લભ એ બાર ભાવનાઓ, આ મોહમય જગતમાં મોહન નાશ માટે સત્કર્ષપણે વિજયવંત વતે છે.
પ્રથમ અનિત્ય ભાવના દુનિયાના સ્કૂલ અને સૂક્ષમ પદાર્થો, બાહ્ય અને અત્યં. તર દ્રવ્ય, તથા સર્વ પ્રકારના સંયોગો અનિત્ય છે, એમ વિચારવાથી એ પદાર્થો ઉપરની આસક્તિ છુટી જાય છે. તેથી એ પદાર્થોના વિગ વખતે થનારું દુઃખ ટળી જાય છે.
પ્રાણીઓને જે પદાર્થો ઉપર રાગ, આસક્તિ, મૂછ થાય છે તે બધા પદાર્થો અકાંડ ક્ષણભંગુર છે, સદાકાળ સ્થાયી નથી, હંમેશા પરિવર્તન પામવાના રવભાવવાળા છે. એવા પદાર્થોને સ્થિર માનીને તેના ઉપર મમત્વભાવ રાખ, એ જ સર્વ અનર્થોનું મૂળ છે. માટે સર્વ અન. થનાં મૂળભૂત મમત્વભાવને (પરપદાર્થોમાં મારાપણાની બુદ્ધિને) દૂર કરવા માટે મારાપણું તરીકે માનેલા પદાર્થોની વિનશ્વરતાને ક્ષણે ક્ષણે વિચાર કરે અત્યંત આવશ્યક છે,
Page #492
--------------------------------------------------------------------------
________________
કપ૩
આ રીતે વિચાર કરવાથી અનિત્ય અને અસ્થિર પદાર્થો ઉપર રાગ ઓછો થાય છે અને ત્યારપછી સ્વાભાવિક રીતે જ આત્મા સત્ય અને સ્થિર સુખ મેળવવા માટે પ્રયત્નશીલ બને છે.
કદી નાશ ન પામે તેવું સ્થિર, અને સત્ય સુખ મુક્તિ સિવાય અન્યત્ર નથી. એ મુક્તિનાં સુખ મેળવવા માટે આત્મા તે જ ઉદ્યમી બને કે જ્યારે અસ્થિર પદાર્થો ઉપર તેની આસક્તિ નાશ પામે. એ જ કારણે જ્ઞાનીઓએ સંસા૨માં રહેલી, રાગને ઉત્પન્ન કરનારી સઘળી સામગ્રીનું સ્વરૂપ સમજાવતાં કહ્યું છે કે “ઈષ્ટજનને સંયોગ, ઋદ્ધિ અને સંપત્તિ, શબ્દાદિ વિષયથી ઉત્પન્ન થતું સુખ, નિરોગી અવસ્થા, આહાર, નાન, પાન, વસ્ત્રાદિથી પુષ્ટ બનેલું શરીર, યૌવન અને જીવન, એ સઘળું અનિત્ય છે, અકાંડ ભેગુર છે, માત્ર થોડા વખત જ સુંદર રહેનારાં છે.” માટે આવા ક્ષણભંગુર પદાર્થો ઉપર સનેહ ધારણ કરવો અધિક દુખને નેતરનાર બને છે તેથી તે ત્યાજ્ય છે, અને એક મુક્તિ સુખ જ ઉપાદેય છે.
બીજી અશરણ ભાવના નિરાશ્રય, જનવિરહિત, વનમાં કઈ બળવાન, સુધાથી વ્યાપ્ત બનેલે, માંસને અથી એ સિંહ જેમ કેઈ હરિ ણનાં બચ્ચાને હશે ત્યારે તે હરિનાં બચ્ચાને જેમ કે શરણ નથી, તેમ જન્મ, જરા, મરણ, વ્યાધિ, વહાલાને વિગ, અપ્રિય સંયોગ, ઈછિતની અપ્રાપ્તિ, દરિદ્રતા,
Page #493
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ૌભાગ્ય, દૌર્મનસ્ય, અને મરણાદિથી ઉત્પન્ન થયેલ દુઃખથી હણાયેલ જન્ને આ સંસારરૂપી ગહન વનમાં કઈ શરણ નથી. આમ વિચાર કરવાથી પિોતે અશરણ છે એવું ભાન થાય છે. સાંસારિક પદાર્થોમાં નિરંતર વિરક્તિ અને અનાસતિ પ્રગટે છે. અરિહંતનાં શાસનમાં બતાવેલ ધર્માનુષ્ઠાન પ્રત્યે અતિ આદર પ્રગટે છે.
શરણ રહિત એવા આ સંસારમાં અરિહંતને ધર્મ જ એક શરણ છે. આશ્રય આપનાર છે, સંસારનાં સઘળાં દુઃખથી સર્વથા છોડાવનાર છે અને કાયમ માટે મુક્તિનાં સુખ આપનાર છે. એથી જ કહ્યું છે કે
ઉત્પત્તિરૂપ જન્મ, વચહાનિરૂપ જા, પ્રાણત્યાગરૂપ મરણ, એને ભયથી પરાભૂત થયેલ, જવર, અતિસાર અને હૃદયને રોગ આદિ વ્યાધિ તથા બીજી પણ શારીરિક માનસિક વેદનાઓ વડે અભિગ્રહિત એવા જનસમૂહને તીર્થ કરોએ પ્રતિપાદન કરેલ અને તેના આધારે શ્રી ગણધર દેએ રચેલ દ્વાદશાંગ પ્રવચન અને તેમાં કહેલ ધર્મ સિવાય અન્ય કઈ શરણ નથી, પણ એક ધર્મ જ શરણભૂત છે.
ત્રીજી સંસાર ભાવના, અનાદિ સંસારમાં એટલે નરક-તિર્યંચની નિમાં તથા મનુષ્ય અને દેવનાં ભવમાં ચક્રની જેમ પરિભ્રમણ કરતાં પ્રાણીને સર્વ જતુઓ સ્વજને પણ થયેલા છે અને
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૫૫
પરજનો (શત્રુ) પણ થયેલા છે. સંસારમાં વજન કે પરજનની વ્યવસ્થા છે જ નહિં. કારણ કે નાટકનાં પાત્રની જેમ સંસારરૂપી નાટકમાં માતા થઈને તેની તે જ પાછી અન્ય ભવમાં બહેન, ભાર્યા અને પુત્રી પણ થાય છે. બહેન થઈને પાછી અન્ય ભવમાં તે જ ભાર્યા, માતા અને પુત્રી પણ થાય છે. ભાર્યાં થઈને પાછી અન્ય ભવમાં તે જ માતા, બહેન અને પુત્રી પણ થાય છે. પુત્રી થઈને અન્ય ભવમાં પાછી તે જ માતા, બહેન, અને ભાર્યા થાય છે. તથા પિતા થઈને ભાઈ, પુત્ર અને પૌત્ર થાય છે. ભાઈ થઈને પિતા, પુત્ર અને પૌત્ર થાય છે. પૌત્ર થઈને પિતા, ભ્રાતા અને પુત્ર થાય છે. પુત્ર થઈને પિતા, ભ્રાતા અને પૌત્ર થાય છે. સ્વામી થઈને દાસ થાય છે. દાસ થઈને સ્વામી થાય છે. શત્રુ થઈને મિત્ર થાય છે. મિત્ર થઈને શત્રુ થાય છે. પુરુષ થઈને સ્ત્રી અને નપુંસક થાય છે. સ્ત્રી થઈને પુરુષ અને નપુંસક થાય છે. નપુંસક થઈને સ્ત્રી અને પુરુષ થાય છે.
એ પ્રમાણે ચોરાસી લાખ જીવોની નિઓમાં રાગ, દ્વેષ અને મોહથી અભિભૂત તથા વિષયતૃષ્ણાથી અતૃપ્ત પ્રાણિઓ અન્ય ભક્ષણ, અભિઘાત, વધ, બન્શન, અભિ.
ગ, આક્રોશાદિથી ઉત્પન્ન થનારાં તિવ્ર દુખે પ્રાપ્ત કરે છે. અહે, આ સંસાર સુખ-દુઃખાદિ દ્વોથી ભરેલો છે, કષ્ટથી ભરપુર છે. સંસારના વિષય-કષાય અને તેના પરિણામરૂપ ભયથી આ રીતે ઉદ્વિગ્ન થયેલ આત્મા જે રીતે સંસારને શીઘ વિચ્છેદ થાય તે રીતે ઉદ્યમ કરે છે. કહ્યું
Page #495
--------------------------------------------------------------------------
________________
૫૬
છે કે “સંસારમાં સર્વ પ્રાણીઓ પિતા, માતા, પુત્ર, શત્રુ, આદિ સંબંધથી અનંત વખત સંબંધિત થયેલા છે.
ચેથી એકત્વ ભાવના. હું એકલે જ છું, મારું સ્વ-કે પર કોઈ નથી. એકલો જ હું જન્મ પામું છું. એક જ મરું છું. મારા કહેવાતા સ્વજન કે પરજન કોઈપણ વ્યાધિ, જરા, મરણ આદિનાં દુઃખને કે તેના અંશને પણ દૂર કરી શકે તેમ નથી. હું એકલે જ મારાં કરેલાં કર્મનાં ફળને અનુભવું છું. એ રીતે વિચારવાથી કહેવાતા સ્વજન ઉપર નેહરાગને પ્રતિબંધ અને કહેવાતાં દુશમન ઉપર શ્રેષાનુબંધ થતું નથી. તેથી નિસંગભાવને પામેલ આત્મા કેવલ મેક્ષને માટે જ પ્રયત્ન કરવા ઉદ્યત થાય છે.
કહ્યું છે કે એક જ એટલે અસહાય એ આત્મા જન્મ-મરણ પામે છે. જન્મતાં અગર મરતાં આત્માને કોઈ પણ સહાયક નથી. વળી મરણ બાદ નરકાદિ ગતિઓને વિષે પિોતે કરેલાં કર્મનાં ફલને અનુભવતાં પણ અન્ય કોઈ સહાયક થતું નથી. સંસારરૂપી સમુદ્રના આવર્તમાં ભમતાં દેવ, મનુષ્યની શુભ યોનિઓમાં કે તિર્યંચ-નરકગતિની અશુભ પેનિમાં આત્મા એકલો જ સુખ-દુઃખને અનુભવે છે. તેથી આત્માએ પિતાનું હિત કરવું જોઇએ. અર્થાત્ સંસારમાં સંયમાનુષ્ઠાનરૂપી હિત અથવા સંયમાનુષ્ઠાનથી પ્રાપ્ય મોક્ષરૂપી અત્યંત હિત પ્રાપ્ત કરવા માટે સતત ઉદ્યમ કરવું જોઈએ.
Page #496
--------------------------------------------------------------------------
________________
પાંચમી અન્યત્વ ભાવના, શરીરથી આત્મા ભિન્ન છે. એમ વિચારવું જોઈએ. શરીર જુદું છે, હું જુદો છું. શરીર ઈદ્રિયગ્રાહ્યા છે અને અને હું અતીન્દ્રિય છું. શરીર અનિત્ય છે. હું નિત્ય છું. શરીર અજ્ઞ–જડ છે, હું જ્ઞ–ચિતન્યવાનું છે. શરીર આદિ અને અતવાળું છે. હું આદિ અખ્ત વિનાને છું. સંસારમાં પરિભ્રમણ કરતાં મેં લાખો શરીરને ધારણ કર્યા છે, પણ હું તે બધાથી જુદો છું. એમ વિચારવાથી શરીરને પ્રતિબંધ-રાગ ચાલ્યા જાય છે. અને શરીરથી અન્ય હું નિત્ય છું, તેથી આત્મા આત્મકલ્યાણ માટે ઉદ્યમી બને છે. કહ્યું છે કે –માતા, પિતા, પત્ની, પુત્ર આદિ સ્વજનથી હું ભિન્ન છું, ભિન્ન કર્મવાલે છું. દાસદાસી વિગેરે પરિજનથી પણ હું અન્ય જ છું. ધન-ધાન્યાદિ વિભવ અથવા સેનું, રૂપું, વસ્ત્રાલંકાદિ વૈભવ થકી હું વિભિન્ન છું. સમસ્ત ઉપભેગનાં સાધન-શરીરથી પણ હું અત્યંત ભિન્ન જ છું. આ રીતે જેની બુદ્ધિ નિરંતર વિચાર કરનારી છે, તેને કદી શેક થતું નથી.” માટે અન્યત્વ ભાવનાને નિરંતર વિચા. રવી જોઈએ. જેથી આત્માથી વિલક્ષણ શરીરાદિ પદાર્થોની મમતા નાશ પામે અને આત્માનાં સાચા સ્વરૂપનું ભાન થાય. આમ થવાથી એક આત્માના જ કલ્યાણ માટેની પ્રવૃત્તિઓમાં મન, વચન, કાયાથી કટિબદ્ધ રહેવાય છે. તથા અશુભાશ્રવને પેદા કરનારી અનેક નિરર્થક પ્રવૃત્તિઓથી વિરામ પમાય છે.
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૫૮
છઠ્ઠી અશુચિ ભાવના.
જે શરીર ઉપર આપણને અત્યંત માહ અને મૂર્છા થાય છે અને તેની ખાતર આપણે ઘણા પાપકર્મી આચરીએ તે આપણા શરીર સબંધી તાત્ત્વિક વિચાર કરવામાં આવે તે તુરત જ જણાશે કે તે ખરેખર અશુચિમય અને તેથી જરા પણ તેના ઉપર માહ કરવા જેવા નથી. શરીરનું આદિ કારણે તથા ત્યારપછીના પણ કારણેા અચિથી જ ભરેલાં છે. તે આ પ્રમાણે— પ્રથમ મનુષ્ય કવલાહારથી આહાર ગ્રહણ કરે છે, તે આહાર તરત જ શ્લેષ્માશયમાં પ્રવાહીરૂપ બને છે, તે વખતે જ અત્યંત અશુચિ અની જાય છે, પછી પિત્તાશયના રસથી જ્યારે પાર્ક છે, ત્યારે ખાટા બને છે ત્યારે પણ અશુચિ જ હાય છે. પકવ થયા પછી વાચ્વાશયમાં વાયુથી રસ અને કચરા જુદા થાય છે, કચરા એ વિષ્ટા અને મૂત્રરૂપ બને છે અને રસમાંથી રૂધિર, રૂધિરમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી હાડકાં, હાડકામાંથી મજ્જા, અને મજ્જામાંથી શુષ્ક થાય છે. આ બધુ શ્લેષ્મથી માંડીને શુક્ર સુધીના પરિણામ અચિ હાય છે.
વળી આ શરીરની અશુચિના પ્રતિકાર પણ અશકય છે ઉતન, રૂક્ષણ, સ્નાન, અનુલેપન, ધૂપ અને સુવાસિત માલ્યાદિ વડે પણ તેની અશુચિ દૂર થતી નથી. કપૂર, ચંદન, અગરૂ, કેશર આદિ સુગધી પદાર્થી પણ શરીરના સૂપથી ઉલટાં અપવિત્ર બને છે. કારણ કે શરીર પાતે જ અપવિત્ર છે.
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૫૯
આ રીતે આદિ અને ઉત્તર કારણેા જેનાં અશુચિ છે તે શરીરનાં અશુચિપણાના વારવાર વિચાર કરવા. પગથી માંડીને મસ્તક સુધીનું શરીરનું કોઈપણ અંગ અશુચિ વિનાનું નથી.
એમ શરીર સ'ખ'ધી અશુચિ ભાવના ભાવવાથી શારીરિક ભાગો પ્રત્યે વૈરાગ્યભાવ જાગે છે, શરીર ઉપર ખાટા માહ ઉત્પન્ન થતા નથી અને તેથી ધણાં પાપકમાં અટકી જાય છે તથા ખેાટી રીતે તેને પાષવાનુ મન થતું નથી પણ ચેાગ્ય રીતે તેનુ પાષણ કરી તેના દ્વારા સદાચારને માગે ચાલી અનેક પ્રકારની નિવદ્ય-નિર્દોષ ધમ કરણી કરી આત્મકલ્યાણ સાધવાની બુદ્ધિ પ્રગટે છે. શરીર દ્વારા ધર્મકરણી વધારવી એ જ તેના સુંદરમાં સુંદર ઉપયાગ છે. અને તે દૃષ્ટિએ તે અત્યત અમૂલ્ય પણ બની શકે છે.
સાતમી આશ્રવ ભાવના
આશ્રવ આ લાકમાં અને પરલેાકમાં દુઃખ આપનારા છે. મહાનદીના પ્રવાહની જેમ આશ્રવના વેગ અતિ તીક્ષ્ણ હોય છે. આશ્રવ એ અકુશળ (પાપ)ને આવવા માટે અને કુશળ (પુણ્ય)ને જવા માટે દ્વાર છે, તેથી તે આશ્રવ જીવને અપકાર કરનારા છે.
(3
આશ્રવના મુખ્ય પાંચ ભેદ છે. ઇંદ્રિય, કષાય, અવ્રત, ચેાગ, અને અશુક્રિયા `
સત્યકિ કે જે અનેક વિદ્યાથી યુક્ત હતા, અલવાન
Page #499
--------------------------------------------------------------------------
________________
હત, આકાશગામી વિદ્યાને જાણકાર હતા, અષ્ટાંગ નિમિત્તને પારગામી તે છતાં સ્પર્શનેન્દ્રિયની આસક્તિથી તે મરણ પામ્યા.
બલવાન, મદોન્મત્ત, વનમાં ઈરછા પ્રમાણે વિચરનાર, ઉંડા જલમાં પણ ઉતરી શકે, તેવા પણ હાથીએ, હાથિણીમાં આસક્ત બનીને બંધનમાં સપડાય છે, ત્યારબાદ બન્ધ, વધ, દમન, વાહન, અંકુશ, પગની લાતે, અભિઘાત. વિગેરેથી ઉત્પન્ન થતાં તીવ્ર દુઃખેને અનુભવે છે, ત્યારે તેને વનમાં પોતે જે સ્વેચ્છાએ વિચરતે હતું તે યાદ આવે છે. અને ખેદને પામે છે. આ રીતે પશનેન્દ્રિયમાં આસક્ત બનેલા છેઆ લેક અને પરલોકમાં દુઃખ પામે છે.
તથા રસનેન્દ્રિયમાં આસક્ત છ માસ્યની જેમ દુઃખ -મરણ પામે છે. એક કાગડો મરેલા હાથીના શરીરમાં માંસ ખાવાના લેભથી પેસી ગયે પછી તે બહાર નીકળી શક્યો નહિં, અતિ વરસાદના કારણે હાથીનું કલેવર પાણીમાં તણાઈ ગયું તે સાથે કાગડો પણ તણાઈ ગયા અને છેવટે મૃત્યુ પામ્યા.
ધ્રાણેન્દ્રિયમાં આસક્ત ભમરાઓ વગેરે અકાળે નાશ પામે છે.
ચક્ષુરિન્દ્રિયમાં આસક્ત અનક ચાર સ્ત્રી-દર્શનમાં આસક્ત બનીને નાશ પામે છે, તથા પતંગિયા દીપકનાં પ્રકાશમાં લેલુપી બની મરણને શરણ થાય છે.
Page #500
--------------------------------------------------------------------------
________________
કા
શ્રોત્રેન્દ્રિયમાં આસક્ત બનેલ હણિ વગેરે મરે છે.
આ રીતે વિચારવાથી આશ્રયના નિરોધ કરવા જીવ તત્પર બને છે.
આ રીતે એકેક ઇન્દ્રિયનાં વિષયભૂત શબ્દાદિ વિષયાની આસક્તિથી હરણુ, મત્સ્ય, હાથી, પતંગિયુ, ભ્રમર વિગેરે નાશ પામે છે.
મદ્યાગ્નિવાલા મનુષ્ય અપથ્ય ભાજન અથવા અતિ ભેાજન કરે તેા મરણ પામે છે, તે વાત જેમ આપણને પ્રત્યક્ષ સિદ્ધ છે. તે પછી આત્માને નિયમમાં નહિ' રાખનાર પાંચ ઇન્દ્રિયાનાં શબ્દાદિ વિષયામાં પ્રીતિ ખાંધી ઇન્દ્રિયાને આધીન વનાર જે જીવે છે તે આશ્ચય છે. આ ભવમાં તે અપ્રાપ્ત વિષયેાની અભિલાષામાં અને પ્રાપ્ત વિષયાના વિયાગ ન થાય તેની ચિ'તાઓનુ પાર દુઃખ પામે છે અને ભવાંતરમાં દુર્ગતિ પામે છે.
એ રીતે પ્રત્યક્ષ પ્રમાણથી જેમ એક એક વિષયનાં પણ પારાવાર દુઃખની પર’પરા પ્રત્યક્ષ અનુભવાય છે, તેમ તે તે વિષયાની વૃદ્ધિથી વિષયનાં સ’ગથી દૂર નહિ રહેનારને પરલેાકમાં પણ નરક-તિય ચગતિમાં ઘણા દુ:ખની પર પા સહવી પડે છે.
ઇન્દ્રિયેાની જેમ કાચા પણુ કટુ વિપાકને આપનાર છે. કષાયને આધીન થયેલા આત્માએ પણ આ ભવમાં અને ભવાન્તરમાં અનેક દુઃખની પર'પરાને પામે છે.
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૧
હિ‘સાદિ પાંચ અત્રતારૂપી આશ્રવા પશુ લેાક અને પરલેાકમાં કષ્ટ અને દુગતિનાં જ આપનારા થાય છે.
હિં‘સક આત્મા ખીજાને ઉદ્વેગ પમાડનારા બને છે, વરના અનુબન્ધવાળા રહે છે, આલેાકમાં જ વધ, અન્ય આદિ કલેશને પામે છે, અને પરલેાકમાં અશુભ ગતિને પામે છે.
જ જિજ્ઞાòદ આદિ દુઃખા દુ:ખી કરેલા અને તેથી પણ અધિક દુઃખને પામે છે, છે અને નિન્દનીય બને છે.
અસત્યવાદી ઉપર કાઈ વિશ્વાસ કરતુ` નથી. આ જન્મમાં પામે છે, ખાટા આળ વડે વૈવાલા પ્રાણીઓ તરફથી પરલેાકમાં અશુભ ગતિ પામે
ચાર પાકાનાં દ્રશ્યમાં આસક્ત બની સને ઉદ્વેગ આપનારા અને છે. વળી પાતે પણ અભિઘાત, વધુ અન્ધન, અંગાના છેદન--ભેદનને પામે છે. તેનુ' ધનાદિ સર્વસ્વ રાજા વિગેરે લઇ લે છે. ઇત્યાદિ અનેક યાતનાએ ભાગવે છે અને પરલેાકમાં અશુભ ગતિને પામે છે અને નિન્જનીય અને છે.
તથા અબ્રહ્મચારી વિભ્રમ વડે ઉદ્દભ્રાંત ચિત્તવાલા મની વિષયામાં અતિશય અન્ય ખની, નિરશ હાથીની જેમ સુખને પામતે! નથી. માહથી પરાભવ પામેલેા, કાર્યોંકાને નહિ' જાણનારા, એવું કાઈ પાપ નથી જેને તે કરતા નથી. અર્થાત્ તમામ પાપા તે કરે છે. પરદ્વારાગમન કરવાથી અહિ જ વરના અનુબન્ધ, લિંગનું છેદન, વધ, બ-ધન
Page #502
--------------------------------------------------------------------------
________________
૧૩
વ્યાપહાર, આદિ દુઃખાને પામે છે. પરલેાકમાં અશુભ ગતિને પામે છે અને નિન્દનીય અને છે.
તથા પરિગ્રહધારી, મુખમાં માંસની પેશી લઈને જતા શિકારી પક્ષીના જેમ ખીો શિકારી પક્ષી શિકાર કરે છે તેમ પરિગ્રહધારીના ખજાનાના અહિ જ ચાર વિગેરે લુંટી લે છે. બહારનાં ઉપદ્રવ ન આવે તે પણ દ્રવ્ય કમાવવામાં, સાચવવામાં પણ દુઃખ જ રહેલુ છે. વળી ઇન્ધનથી જેમ અગ્નિ તૃપ્ત નથી થતા તેમ લેાભી મનુષ્ય ગમે તેટલુ દ્રવ્ય મલવા છતાં તૃપ્ત થતા નથી. અને તેથી કાર્યકા ના પણ વિવેક રાખતા નથી તે કારણે આ લેાકમાં પણ ‘આ લુખ્ખ છે' એવી નિન્દાનું પાત્ર બને છે અને પરલેાકમાં અશુભ ગતિને પ્રાપ્ત કરે છે.
અથવા તે હિ'સાદિ આશ્રવા દુ:ખ જ છે સ્વ અને પર ઉભયને દુઃખકારી છે. જેમ મને અપ્રિય વસ્તુ દુઃખકારી થાય છે તેમ સર્વ પ્રાણીને અપ્રિય વસ્તુ દુ:ખદાયક છે. જેમ મને મિથ્યા અભ્યાખ્યાનથી તીવ્ર દુઃખ થાય છે, તેમ સવ પ્રાણીઓને મિથ્યા અભ્યાખ્યાનથી દુ:ખ થાય છે. મને ઇષ્ટ દ્રવ્યના વિયેાગ વખતે જેમ દુ:ખ થાય છે તેમ સવ પ્રાણીઓને ઈષ્ટ દ્રવ્યના વિચાગ વખતે દુઃખ થાય છે એમ વિચારવુ,
તેવી રીતે મૈથુન પણ રાગ-દ્વેષરૂપ હોવાથી દુઃખ સ્વરૂપ છે. તેથી મૈથુનથી વિરામ પામવુ' અને વિષયભાગની ઈચ્છા ન થાય તે માટે ચેગ્ય ઉપાયાનુ સેવન કરવુ તે
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૪
ચૈાગ્ય છે. તે માટે સર્વજ્ઞ ભગતાએ ઉપદેશેલ નવ થાડાનુ‘ પાલન તથા તપશ્ચર્યાં વિગેîતુ... આચરણ કરવું તે જ સાચા ઉપાય છે.
તથા પરિગ્રહ પણ અપ્રાપ્તની ઈચ્છા, પ્રાપ્તનું રક્ષણ અને નાશ પામે તેા શેક કરાવે છે અને તે ઇચ્છા, રક્ષણ, અને શાકથી ઉત્પન્ન થતાં દુઃખને જ આપે છે.
આ રીતે આશ્રવાના ઢાષા વિચારવાથી આત્મા આશ્ર વાતે છેાડવા તત્પર થાય છે.
વળી મન, વચન, કાયાના અશુભ ચોગા પશુ આ લાક અને પરલેકમાં દુઃખને આપનારા થાય છે. હિ‘સા, સ્તેય, અબ્રહ્મ, વિગેરે અશુભ કાયયેાગ છે. અસત્યભાષણ, કંઠાર વચન, વૈશુન્ય આદિ અશુભ વાગ્ાગ છે, તથા દ્રોહ, ઇર્ષ્યા, અસૂયા, હર્ષોં, શેક, દીનતા, અભિમાન આદિ અશુભ મનાયેાગ છે. તે પણ આત્માને આ ભવમાં અનેક દુઃખા આપી પરભવમાં બલાત્કારે દુગાઁતિમાં લઈ જાય છે.
મિથ્યાત્વ આદિ કર્મીને આવવાનાં દ્વાર છે. મિથ્યાત્વના ઉદયથી ક્રમ બંધ થાય છે. તત્ત્વભૂત પદાર્થ'ની અશ્રદ્ધા તેનું નામ મિથ્યાત્વ છે. તેવી રીતે સમકિતષ્ટિ પણ પ્રાણાતિ પાતાદિ દ્વાજેથી અટકે નહિ તે ક્રમના આશ્રવ થાય છે. સમ્યગ્દષ્ટિ અને વિતિવાન્ પણ નિદ્રા, વિષય, કષાય, ત્રિકથા આદિ પ્રમાદમાં પડેલે ક્રમ બાંધે છે. કષાય પ્રમાદ સૌથી મળવાન છે. તેથી કષાયને પણ જુદું' આશ્રવનું કારણ કહ્યું છે. તથા મનદ'ડ, વચનદ’ડ, કાયદ ́ડ, પશુ આશ્રવાનાં દ્વારા
Page #504
--------------------------------------------------------------------------
________________
છે. તેથી તેને નિગ્રહ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આશ્રવને નિગ્રહ સંવર દ્વારા થાય છે. તેથી હવે સંવર ભાવના કહે છે.
આઠમી સંવર ભાવના. સંવરના દ્રવ્યસંવર અને ભાવસંવર એમ બે ભેદ છે. કર્મ પુદગલના આશ્રવ દ્વારા થતા પ્રવેશને રેક તે દ્રવ્યસંવર અને સંસારના કારણભૂત આત્મવ્યાપારરૂપ ક્રિયાને ત્યાગ કરે તે ભાવસંવર. જે જે ઉપાયથી જે જે આશ્રવ રોકી શકાય, તે તે આશ્રવના નિરોધ માટે બુદ્ધિમાન પુરુ ષિએ તે તે ઉપાય જ.
જેમકે ક્ષમાથી ક્રોધને રેકો, નમ્રતાથી માનને રોકવું, સરલતાથી માયાને રોકવી અને તેથી તેને રોક. બુદ્ધિમાન પુરુષે ઈન્દ્રિયોના અસંયમથી પ્રબળ બનેલા વિષ જેવા વિષયોને ઈન્દ્રિયોના અખંડ સંયમથી રોકવા. સંવર માટે પ્રયત્ન કરતા યેગીએ ત્રણ ગુપ્તિથી મન-વચન-કાયાના વ્યાપારને રોકવા, અપ્રમાદથી પ્રમાદને રોક, બધી સદેષ પ્રવૃત્તિના ત્યાગથી અવિરતિને રોકવી, સમ્યગુદર્શન વડે મિથ્યાત્વને રોકવું, તથા શુભધ્યાનરૂપ ચિત્તની સ્થિરતા વડે આત તથા રૌદ્રધ્યાનને રેકવાં.
રાજમાર્ગમાં રહેલા અનેક દ્વારવાળા ઘરનાં બારણાં ઉઘાડાં હોય તેજ તેમાં ૨જ દાખલ થાય છે અને દાખલ થઈને ચીકાશના ગે ત્યાં ચોંટી જાય છે, પરંતુ બારી-બારણા બંધ કટ હેય તે જ પ્રવેશ થવા પામતી નથી અને માં ચોંટી ૩૦
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૬૬ જતી પણ નથી. કેઈ સરોવરમાં પાણી આવવાના બધા માર્ગે ઉઘાડા હોય તો તે દ્વારા પાણી આવે છે, પરંતુ તે બધા માર્ગો બંધ કર્યા હોય તે થોડું પણ પાણી સરોવરમાં દાખલ થઈ શકતું નથી. કેઈ વહાણની અંદર છિદ્રો હય તે તે દ્વારા તેમાં પાણી દાખલ થાય છે, પરંતુ તે છિદ્રો બંધ કર્યા હોય તે થોડું પણ પાણી વહાણની અંદર પ્રવેશ કરતું નથી. તેમ મિથ્યાત્વાદિ આશ્રવ દ્વારા ઉઘાડાં હોય તે જીવમાં કમ દાખલ થાય છે, અને તે દ્વાર બંધ થાય તે સંવરયુક્ત જીવમાં કમને પ્રવેશ થતું નથી. સંવરથી આશ્રવનાં દ્વાર બંધ થાય છે. તે સંવર ક્ષમા વગેરે ભેદોથી અનેક પ્રકારને છે મિથ્યાત્વના ઉદયને રોકવાથી અવિરતિસમ્યગદષ્ટિ આદિ ગુણસ્થાને મિથ્યાત્વનો સંવર હોય છે. દેશવિરતિ આદિ ગુણસ્થાને અવિરતિને સંવર હેય છે, અપ્રમત્ત સંયતાદિ ગુણસ્થાને પ્રમાદને સંવર હેય છે, ઉપશાન્તમોહ અને ક્ષીણ મહાદિ ગુણસ્થાને કષાયને સંવર હોય છે અને અયોગી કેવલી ગુણસ્થાને સંપૂર્ણ યુગના સંવર હોય છે.
આ રીતે મહાવ્રતાદિનું પાલન તથા ગુપ્તિ આદિનું પાલન આત્માને ગુણકારી થાય છે, એમ વિચારવું એ સંવર ભાવના છે. એ રીતે વિચારવાથી આત્મા સંવર માટે જ ઉદ્યત થાય છે. કહ્યું છે કે શાતા વેદનીય આદિ કર્મ અને જ્ઞાનાવરણયાદિ પાપકર્મને નહિ ગ્રહણ કરવા લાયક મન, વચન, કાયાના જે વ્યાપાર તેનાથી યુક્ત સુંદર સમાધિ છે
Page #506
--------------------------------------------------------------------------
________________
એ આત્મહિતકર સંવર શ્રી જિનેશ્વરદેએ ઉપદેશ્ય છે, એમ વારંવાર ચિંતવવું.
નવમી નિર્જરા ભાવના, નિજ એટલે સંસારનાં બીજભૂત કર્મને નાશ થ તે. નિર્જરા બે પ્રકારની છે. એક સકામપણે (ઈચ્છાપૂર્વક) અને બીજી અકામપણે (અનિચ્છાથી). નરકાદિને વિષે અનિચ્છાપૂર્વકનો જે કર્મફલને ભેગવટે થાય છે એ અકામનિર્જરા કહેવાય છે અને તપ પરિષહજય, આદિ વડે કરાયેલ કર્મનું વેદન તે સકામનિર્જરા છે. તે કામ નિર્જરા જ ગુણકર છે. કહ્યું છે કે- “આશ્રયદ્વારને નિરોધ કરી સંવૃત્ત બનેલા આત્માને નવો કર્મબંધ થતો નથી. અને પૂર્વ ગ્રહણ કરેલા કર્મો તપશ્ચર્યાદિથી પ્રતિક્ષણ ક્ષીણ થાય છે.” જેમ અજીર્ણનાં રંગવાલાને આહાર બ ધ કર્યા બાદ જેમ પ્રતિક્ષણ અજીણને ક્ષય થાય છે તેમ જ્ઞાનાવરણાદિ કર્મો પણ ૧૨ પ્રકારનાં તપથી નિરસ થાય છે અને નિરસ થયેલા તે કર્મો આત્મપ્રદેશથી ખરી
પડે
છે.
| દશમી લોકસ્વરૂપ ભાવના,
પંચાસ્તિકાયમય, વિવિધ પરિણામયુક્ત ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય સ્વરૂપ ચિત્ર સ્વભાવવાળો લેક ચિંતવવાથી તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ થાય છે. કહ્યું છે કે- જીવ, અજીવ આદિને આધાર જે ક્ષેત્ર છે તે લેક છે. તેને અધેભાગ,
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૬૮ તિર્થન્ ભાગ, અને ઉર્વ ભાગ એમ ત્રણ ભાગ છે નીચે ભાગ સાત રાજ પ્રમાણ છે. તિર્યમ્ ભાગ એક રાજ પ્રમાણ છે, અને ઉદર્વભાગ બ્રહ્મલોકે પાંચ રાજ પ્રમાણ છે, પતે એક રાજ પ્રમાણ છે. ઉંચાઈ ચૌદરાજ પ્રમાણ છે, આ સર્વ લેકમાં આત્માએ જન્મ, મરણ કર્યા છે, લકાકાશનો વાળના અગ્ર ભાગ જેટલું પણ એ પ્રદેશ નથી કે જ્યાં આ જીવે જન્મ-મરણ ન કર્યા હોય, તથા પરમાણુથી માંડીને અનંતાનંત સ્કંધ પર્યત દ્રવ્યોને અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતાં આ જીવે ઉપયોગ કર્યો છે. મન, વચન, કાયા, આહાર, ઉચ્છવાસ, નિશ્વાસ આરિરૂપે સર્વ દ્રવ્યને ઉપયોગ કરવા છતાં આ જીવ હજી તૃપ્ત થયો નથી એમ વારંવાર ચિંતવવું. એ પ્રમાણે ભાવના ભાવવાથી પૌગલિક સુખની આસક્તિ નાશ પામે છે અને મોક્ષ પ્રાપ્તિની તાલાવેલી જાગે છે.
અગ્યારમી બોધિદુર્લભ ભાવના, અનાદિ સંસારમાં, નરકાદિ ગતિઓમાં ભમતાં, વિવિધ દુખથી દુખી બનેલા, મિથ્યાદર્શન આદિથી મહિત મતિ વાલા, જ્ઞાન-દર્શનાવરણ અને અંતરાયના ઉદયથી પરાભવને પામેલા, આ આત્માને સમ્યગદર્શનથી વિશુદ્ધ બોધિ– શ્રી જિનેશ્વરદેએ પ્રણીત ધર્મની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. કહ્યું છે કે– સૌથી પ્રથમ મનુષ્યજન્મ દુર્લભ છે પછી કર્મભૂમિમાં જન્મ મલે દુર્લભ છે. કર્મભૂમિ એટલે જ્યાં તીર્થકરો જન્મ લે છે, ઉપદેશ આપે છે, નિર્વાણ પામે છે
Page #508
--------------------------------------------------------------------------
________________
૪૯
તે. તેવી ક્રભૂમિ, ૫ ભરત, ૫ ઐવત, અને ૫ મહા વિદેહ—મલી કુલ ૧૫ છે. મનુષ્યપણું અને કમભૂમિ મેલવા છતાં માગધાર્દિ આય દેશની પ્રાપ્તિ દુલભ છે. એ ત્રણુ મલવા છતાં ઉત્તમ કુલ મલવું દુર્લભ છે. તેનાથી દુર્લભ નીરાગિતા છે તેનાથી દુલÖભ દીર્ઘાયુષ્ય છે તેનાથી દુર્લભ શ્રદ્ધા-ધર્મજિજ્ઞાસા છે. ધર્મ જાણવાની ઈચ્છા થાય તા પણ ધર્મના ઉપદેશ આપનાર મલવા દુર્લભ છે. ઉપદેશક મલે તા પણુ, ગૃહકા, આલસ, માહ, અવજ્ઞા, મદ, પ્રમાદ, કૃપણુતા, ભય, શાક, અજ્ઞાન, કુતુહલાદિનાં કારણે ધર્મનું શ્રવણુ કરવાની તક મલવી દુલ ભ છે. શ્રવણુ પ‘ત સઘળી સામગ્રી મલી જાય તેા પણ એધિ અતિદુલભ છે. એધિ એટલે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનના લાભ અને તેનુ' જ બીજું નામ સમ્યક્ત્વ છે. શ'કાદિ દોષ રહિત આ સમ્યક્ત્વ અતિશય દુલ ભ છે.
આર્મી સ્વાખ્યાત ધમ ભાવના.
સમ્યગ્દર્શનરૂપી દ્વારવાળા, પચ મહાવ્રતરૂપી સાધનવાલે, દ્વાદશાંગ ઉપર્દિષ્ટ તત્ત્વવાળા, ગુપ્તિ આદિથી વિશુદ્ધ ચારિત્રવાળા, રાગ-દ્વેષ અને ચાર ગતિમાં ભ્રમણુરૂપ સંસારના નાશ કરનાર, મુક્તિને પમાડનાર, એવા સુદર ધમ અરિ હુત ભગવતાએ કહેલા છે. એમ ચિંતવના કરવાથી ધમમાં સ્થિર રહેવાય છે અને અનુષ્ઠાનમાં ઉદ્યમવત મનાય છે. કહ્યુ છે કે— “અતિશય સુંદર એવા આ શ્રુતધમ અને ચારિત્રમ ત્રણ જગતનાં પ્રાણિઓનાં હિતને માટે શ્રી
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૭૦
તીર્થકદેવોએ ઉપદેશેલે છે.” શ્રત એટલે આગમ અને ચારિત્ર એટલે તેમાં કહેલ ક્ષમાદિ દશ પ્રકારનાં યતિધર્મમાં જે આત્માએ રક્ત છે તે આત્માઓ સંસારરૂપી સાગરને, સહેલાઈથી ઉત્તરોત્તર સુખ પામતાં પામતાં પારને પામે છે, પામ્યા છે અને પામશે. - એ પ્રમાણે સદ્ભાવનાથી સુરભિ હૃદયવાલા, સ્પષ્ટ આત્મતત્ત્વને પામેલા, મોહની નિદ્રા અને મમત્વથી દૂર ગયેલા આત્માએ ચક્રવર્તિ અને ઇદ્રના સુખોથી પણ અધિક અનુપમ સુખલકમીને શીધ્ર પામે છે.
આ ભાવના ભાવવાથી દુર્બાન થતું નથી, રાગ-દ્વેષ ક્ષય પામે છે, અને મોક્ષ નજીક આવે છે. તેથી હે ભવ્યા ત્માઓ! જે તમારે એકાંતે હિત સાધવું હોય તે આ ભાવનાઓને નિરંતર આશ્રય કરો!!! નિરંતર આશ્રય કરો!!! નિરંતર આશ્રય કરો !!!
-
-
-
Page #510
--------------------------------------------------------------------------
________________
ધર્મકલ્પવૃક્ષનું મૂળ (મૈત્રી આદિ ચાર ભાવનાઓ.)
मैत्री निखिल-सत्त्वेषु, प्रमोदो गुणशालिषु । माध्यस्थमविनीतेषु. करुणा सर्वदेहिषु ॥ १ ॥ धर्मकल्पद्मस्यै त्यता, मूलं मैयादिभावनाः । यैनज्ञाता न चाभ्यस्ताः, स तेषामतिदुर्लभः ॥ २ ॥
અર્થ–સર્વ પ્રાણિઓને વિષે મિત્રી, ગુણવાનને વિષે પ્રમોદ, અવિનીતને વિષે માધ્યસ્થ તથા સર્વ દેહધારીઓને વિષે કરુણા-આ ચાર મૈથ્યાદિ ભાવનાઓ ધર્મકવૃક્ષનું મૂળ છે. જેઓએ આ ભાવનાઓને જાણ નથી અને તેને અભ્યાસ કર્યો નથી, તેઓને ધર્મની પ્રાપ્તિ અતિદુર્લભ છે.
૧–મિત્રી ભાવના. મૈત્રી આદિ આ ચાર ભાવનાઓ જીવમાં ધર્મ પામ્યા પહેલાં વિપરીત રીતે જોડાયેલી હોય છે. ધર્મ પામ્યા પછી તે સ્વ-સ્થાનમાં જોડાયેલી હોય છે. એટલે કે-પહેલાં કેવળ
Page #511
--------------------------------------------------------------------------
________________
ક૭રે પિતાના જ સુખની ચિંતા, કેવળ પિતાના જ ગુણેને પ્રમાદ, કેવળ પિતાનાં જ દુઓ પ્રત્યે કરૂણ અને કેવળ પિતાનાં જ પાપ પ્રત્યે ઉપેક્ષા હોય છે. ધર્મ પામ્યા પછી સર્વનાં સુખ અને હિતની ચિંતા, સર્વ ગુણી જીના ગુણેને પ્રમોદ, સર્વ દેહધારી છનાં દુઃખની કરુણા અને સર્વ પાપાત્માઓનાં પાપની ઉપેક્ષા હોય છે. વળી ધર્મ પામ્યા પહેલાંની અવસ્થામાં બીજા પિતા પ્રત્યે મિત્રી ધારણ કરે, પિતાના ગુણોને જોઈને બીજા આનંદ પામે, પિતાનાં દુઃખ પ્રત્યે બીજા કરૂણ ધારણ કરે અને પિતાનાં પાપાચરણ પ્રત્યે બીજા મધ્યસ્થ ભાવ રાખે, એવી ભાવના જીવમાં સતતપણે ચાલુ હોય છે. ધર્મ પામ્યા પછી તે બીજાઓ પ્રત્યે મૈત્રી, પ્રદ, કરૂણા અને માધ્યથ્યને ધારણ કરે છે. પ્રથમને આ-રૌદ્રધ્યાન કહેવાય છે અને બીજાને ઘમં–શુફલધ્યાન કહેવાય છે.
ક્ષયરોગવાળાને જેમ વસંતમાલતી, સુવર્ણ, લેહ, અભ્રક વગેરે રસાયણે પુષ્ટિ આપે છે, તેમ આ મૈત્રી આદિ ચાર ભાવનાઓ અતિ આત્ત અને રૌદ્રાદિ અશુભ દયાનેથી થતાં આંતરિક ક્ષયરોગને નાશ કરી ધર્મધ્યાન રૂપી રસાયણ વડે આત્મદેહને પુષ્ટ કરે છે. ત્રુટિત થયેલી ધ્યાનની ધારાને આ ભાવનાએ ફરીથી જોડી આપે છે.
આધ્યાન એટલે આપણને વર્તમાનમાં જે અનુકૂળતા મળી છે, તે કાયમ રહે અને જે નથી મળી તે અનુકૂળતા
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૩
મળે તેમ ઇચ્છવું'. તથા જે પ્રતિકૂળતા અત્યારે છે, તે કેમ ચાલી જાય તથા ભવિષ્યમાં પણ પ્રતિકૂળતા કદી ન આવે તેમ ઈચ્છવું તે. આવા આર્ત્તધ્યાન ઉગ્ર ખની જ્યારે હિંસા, અસત્ય, ચારી વગેરેની પરપરામાં પરિણમે છે, ત્યારે તે રૌદ્રધ્યાન કહેવાય છે.
ધમ ધ્યાન એટલે જીવાદિ તત્ત્વાની, ક્રમના સ્વરૂપની અને ૫'ચાસ્તિકાયમય લાકના સ્વરૂપની વિચારણા કરવી તે. આ ધર્મધ્યાન જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે જે આત્માનુભાવ થાય છે, તેનું જ નામ જીલધ્યાન છે.
જૈન પ્રવચન અહિંસા અને ક્ષમામય હોવાથી મૈત્રી– મય છે. જૈન પ્રવચન અનેકાન્તમય છે. તેમાં સવ નાને સાપેક્ષપણે તાતાના સ્થાને સમાન સ્થાન આપવામાં આવે છે. આ સનયસાપેક્ષતા એ પણ મૈત્રીના જ એક પ્રકાર છે એમ કહી શકાય.
૨-પ્રમાદ ભાવના.
ધમમાગ માં સૌથી પ્રબળ વિઘ્ન પ્રમાદ છે. પ્રમાદ ભાવનાથી પ્રમાદ દોષ ટળી જાય છે. જ્યાં સુધી ધર્મમાં પ્રમાદ છે, ત્યાં સુધી તેને નિવારવા માટે પ્રમાદ ભાવના અત્યાવશ્યક છે. વર્તમાન સાધનામાં અનેક વિઘ્ના દેખાતાં હાય; તે પણ જ્યાં સુધી પ્રમાદ ભાવના વિદ્યમાન હશે, ત્યાં સુધી વિધ્ના ટળ્યા સિવાય રહેવાનાં નથી અને જો પ્રમાદભાવ જાગતા હશે, તેા ભવિષ્યની સાધના પણ અવશ્ય
Page #513
--------------------------------------------------------------------------
________________
४७४
નિવિદત બનશે, તેવો નિશ્ચય દઢ રહેવો જોઈએ. ભાષ્યની સાધનાને નિર્મળ અને નિર્વિઘન બનાવવા માટે પ્રત્યેક પ્રસંગમાં અને પ્રત્યેક વ્યક્તિમાં પ્રમોદ ભાવનાનો વિષય, કે જે ગુણાધિક્તા છે, તેને શોધી કાઢવા જોઈએ અને ચિત્તમાં તેની અનુમોદના તથા ઔચિત્ય ન ઘવાય તેવી રિતે પ્રશંસાદિ કરવા જોઈએ. ગુણાનુરાગિણ દષ્ટિથી ગુણી આત્માઓના આશીર્વાદ મેળવવાની યોગ્યતા વિકસે છે અને લેકમાં પણ પ્રિય બનાય છે. દેવદષ્ટિ એ એક ઉગ્ર કોટિનું વિષ છે, જે ભાવ જીવને મારે છે. ગુણદષ્ટિ એ અમૃત છે, જે જીવને અજર-અમર બનાવે છે. | શ્રી નમસ્કાર મંત્રનું ધ્યાન એ પ્રમાદ ભાવની ઉપાસનાનું સર્વશ્રેષ્ઠ સાધન છે. ચોદ પૂર્વને સાર નમસ્કાર છે, અર્થાત્ પ્રમાદ ભાવના ચૌદ પૂર્વને સાર છે. નવકાર સર્વ શાસ્ત્રોમાં વ્યાપીને રહેલો છે, અર્થાત્ પ્રમોદ ભાવના સર્વ શાસ્ત્રોમાં વ્યાપીને રહેલી છે. નમો એ મોક્ષનું બીજ છે, અર્થાત્ પ્રમોદ ભાવના એ મોક્ષનું બીજ છે. જેમ નમસ્કાર સર્વ પાપનાશક અને સર્વ મંગલેમાં પ્રથમ મંગલ છે, તેમ પ્રમોદ ભાવના પણ સર્વ પાપપ્રણાશક અને સર્વ મંગલમાં પ્રથમ મંગલ છે.
ગ્રન્થના પ્રારંભમાં ઈષ્ટદેવતાના નમસ્કારરૂપ ભાવમંગલ ગન્ધકારો કરે છે, એનો અર્થ એ છે કે સર્વ શાસ્ત્રો અને મંગલ કાને પ્રારંભ પ્રમોદ ભાવનાથી થાય છે. સર્વ અનુષ્ઠાને પ્રારંભ “છામિ યમામળો” સૂત્રથી થાય
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૭૫
છે. તે પણ પ્રમાદ ભાવના પ્રગટ કરવાના એક પ્રકાર છે. કાચેાત્સગ માં પણ પચપરમેષ્ઠિ અને ચાવીસેય શ્રી જિનેશ્વરદેવાનુ ધ્યાન કરવાનુ... હાય છે, તે પણ પ્રમાદ ભાવનાના જ એક પ્રકાર છે. પ્રત્યેક ધમ ક્રિયાના આરંભથી અંત સુધી ક્રિયા કરનારનું ચિત્ત, તે ક્રિયાને બતાવનાર શ્રી જિનેશ્વરદેવના ધ્યાનથી અલંકૃત હોય છે અને તેથી તે ક્રિયા ભાવક્રિયા અર્થાત્ અમૃતક્રિયા અને છે. આ ધ્યાન પ્રમાદ લાવનારૂપ છે. તેથી ક્રિયાને અમૃતમય અનાવનાર પ્રમાદ ભાવના છે. ક્રિયાની પૂર્ણાહૂતિ બાદ પણ તેમાં થયેલ સુકૃતની જો અનુમાદના કરવામાં આવે, તે તે ક્રિયા ઉત્તરાત્તર વિશેષ ફળદાયી બને છે. આ અનુમાદના પશુ પ્રમાદ ભાવનાના વિષય છે અને તેથી ક્રિયાનું ફળ વધારનાર, પણ પ્રમાદ ભાવના છે.
ગુરુકુલવાસમાં વસવાથી કૃતજ્ઞતા, વિનય, વૈયાવચ્ચ, ક્ષમા આદિ ગુણેાનું પાલન થાય છે. તે પ્રગટપણે કે પ્રચ્છ ન્નપણે પ્રમાદભાવનાની જ પુષ્ટિ કરે છે. જગતમાં જે કાઇ સત્કાર્યો થાય છે, તેની પાછળ ખળ પ્રેરનાર પ્રમાદ ભાવના જ ડાય છે. શ્રી જિનમંદિર આદિ ધમ સ્થાને પણ મુખ્યત્વે પ્રમાદભાવનાના પાયા ઉપર ઉભા થયેલાં હાય છે. પ્રમાદ ભાવનાની પરાકાષ્ઠા શ્રી તીથ કરનામક્રમની પરમ પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિનું ઉપાર્જન કરાવે છે, કેમ કે-તે પુણ્ય પ્રકૃતિનું ઉપાર્જન કરનારા પુણ્યાત્માએ પૂના તીથ કરા પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રમાદ ભાવને ધારણ કરનારા હૈાય છે
Page #515
--------------------------------------------------------------------------
________________
અને તેથી જ તે મહાત્માઓ અખિલ જગતમાં પ્રમાદને ઉત્કૃષ્ટ વિષય બને છે. આ રીતે પ્રમાદ ભાવનાના કારણભૂત શુભ આલંબનના આદરથી વિધ્રોને નાશ અને ધ્યાનાદિમાં દઢતા પ્રાપ્ત થાય છે.
૩- કરણ ભાવના, દુઃખીના દુઃખ દૂર થાઓ, બીજાનું દુઃખ તે મારું જ દુઃખ છે, ઈત્યાદિ ભાવના તે કરુણા ભાવના છે. તેને અનુકંપા પણ કહેવાય છે. “અનુ” એટલે બીજાઓનું દુઃખ જોયા પછી, “કંપ” એટલે તે દુઃખ દૂર કરવાની હદયમાં થતી લાગણ, તેને અનુકંપા કહેવાય છે. દુઃખી પ્રાણીને જઈને પુરુષના હૃદયમાં એક પ્રકારને કંપ ઉત્પન્ન થાય છે અને બીજાઓનાં તે દુઃખ દૂર કરવાની તેઓને તાલાવેલી જાગે છે, તે તેઓની અનુકંપા અથવા કરુણા છે. બીજાને દુઃખ ન થાય તે રીતે વર્તન તે દયા છે. હીનગુણી કે દુઃખીને તિરસ્કાર ન કરે તે અધૃણા છે અને દીન-દુઃખી જીને સુખ આપવાની તાલાવેલી તે દીનાનુગ્રહ છે. કરુણા, અનુકંપા, દયા, અધૃણા, દીનાનુગ્રહ વગેરે શબ્દો સમાન અર્થવાળા છે. માર્ગાનુસારી અર્થાત્ ધર્મને અભિમુખ થયેલા જીવમાં પણ આ કરુણા ઉત્પન્ન થાય છે.
આ કરુણાના (૧) લૌકિક, (૨) લેકોત્તર, (૩) સ્વવિષયક, (૪) પરવિષયક, (૫) વ્યાવહારિક, (૬) નિશ્ચયિક આદિ અનેક પ્રકાર છે.
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૭૭
(૧) લૌકિક કરુણુાના બે ભેદ છે. એક ભેદ માહથી ખિમાર વ્યક્તિને તેના રાગ વધે તેવી અપથ્ય વસ્તુ આપવી તે, અને બીજો ભેદ દુઃખી પ્રાણીને જોઇને તેના દુઃખ દૂર થાય તે માટે તેને અન્ન-વસ્ત્રાદિ આપવાં તે. આ બીજો ભેદ પ્રશસ્ત છે, વિવેકજનિત છે.
(૨) લેાકેાત્તર કરૂણા એટલે દુઃખનુ મૂળ જે પાપ, તે પાપના નાશ કરવા માટે સાધના પૂરાં પાડવાં. જેમ કેધમ દેશના, તીથ પ્રવતનાદિ કરવું તે તેના પણ એ ભેદ છે. એક સ‘વેગજન્ય છે અને બીજો સ્વભાવજન્ય છે. સ`વેશજન્ય કરુણા ચેાથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે હાય છે. અને સ્વભાવજન્ય કરુણા અપ્રમત્તાદિ ગુણસ્થાનકે હાય છે.
(૩) સ્થવિષયક કરુણા એટલે સ્વસ બધી દુઃખનાશ કરવાના ધાર્મિક ઉપાચાની વિચારણા કરવી તે.
(૪) પરિવષયક કરુણા એટલે બીજાએનાં દ્રવ્ય-ભાવદુઃખ દૂર કરવા માટે સભ્યગ્ ઉપાયાનુ સેવન કરવુ' તે.
(૫) વ્યાવહારિક કરુણા એટલે જરૂરીયાતવાળાને અન્ન, જલ, વ, સ્થાન, આસન, ઔષધ અને બીજી પણ માહ્ય સામગ્રી પૂરી પાડવી તે.
(૬) નૈયિક કરુણા એ આત્માના શુભ અય્યસવાય રૂપ છે.
પાંચમી અને છઠ્ઠી કરુણા પરસ્પર પૂરક છે. કયારેક
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૭૮
શુભ અધ્યવસાયા પહેલાં ઉત્પન્ન થાય છે અને પછી પ્રવૃત્તિ થાય છે તથા કયારેક અન્નદાનાદિની પ્રવૃત્તિ પ્રથમ થાય છે, અને પછી શુભ અધ્યવસાયા જાગે છે; અથવા પ્રગટ થયેલ અધ્યવાસાયે વૃદ્ધિ પામે છે. એટલે કે-શુભ પ્રવૃત્તિથી શુભ અધ્યવસાયે ન હાય તા આવે છે અને ન હેાય તા વધે છે, તેમ જ આ શુભ પ્રવૃત્તિથી અશુભ અધ્યવસાયે આવ્યા હાય તા દૂર થાય છે અને ન આવ્યા હોય તે અટકે છે.
“ મને કદી પણ દુઃખ ન આવે.” ઇત્યાદિ લાગણી દ્વેષરૂપ છે. તેના વિષય પાતાનુ દુ:ખ છે. દુઃખ પ્રત્યેના દ્વેષ પ્રતિકૂળ સ ંજોગેા તરફ પણ દ્વેષ કરાવે છે. દુઃખને દૂર કરવા માટે સર્વ પ્રાણીએ રાત-દિવસ પ્રયત્ન કરે છે, પશુ દુઃખ ઉપર રહેલા દ્વેષને દૂર કરવાના પ્રયત્ન કોઈ વિરલ જ કરે છે. ક્રમના ઉદયથી પ્રાપ્ત થયેલ વર્તમાન દુઃખને દૂર કરવું, એ જીવના હાથની વાત નથી, પરં તુ તે દુઃખ ઉપરના દ્વેષ દૂર કરવાની વાત જીવના હાથમાં છે. વમાન દુ:ખ દૂર કરવામાં જીવ પરતંત્ર છે, પણુ દુઃખ ઉપરના દ્વેષને કરવામાં તે સ્વતંત્ર છે. દુઃખ ઉપરના દ્વેષ દૂર થતાં જ દુઃખ એ તત્ત્વતઃ દુઃખ રહેતું જ નથી, અર્થાત્ દુઃખ વખતે પણ ચિત્તને સ*કલેશ ઉત્પન્ન થતા નથી.
દુઃખ ઉપર રહેલા દ્વેષને દૂર કરવાના અત્યંત સરલમાં સરલ ઉપાય કરુણાભાવના છે. કરુણાભાવના એટલે બીજાઆનુ દુઃખ દૂર કરવાની વૃત્તિ. પેાતાનાં દુઃખ ઉપર આપણે જે દ્વેષ કરીએ છીએ, તેને બદલે જ્યારે સના
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૭૯ '
દુઃખ પ્રત્યે દ્વેષ કરીએ છીએ ત્યારે પિતાનું દુઃખ ભૂલાઈ જાય છે. પિતાના દુઃખને ભૂલી જવામાં જ સાધના માત્રનું રહસ્ય છુપાયેલું છે. આ કાર્ય ચિત્તમાં કરુણા ભાવનાને દઢ કરવાથી સહેલાઈથી પાર પડે છે. કારણ કે-વ્યક્તિગત દુઃખ પ્રત્યેના દ્વેષનું સ્થાન સર્વ દુઃખી જીવોના દુઃખને બનાવવું એ જ કરુણા ભાવનાનું રહસ્ય છે. “મારાં દુખે નાશ પામે.”—એવી વૃત્તિના સ્થાને “સર્વનાં દુઃખો નાશ પામે.”—એવી ભાવના જ્યારે પ્રબળ બને છે, ત્યારે અન્યને અપકાર કરવાની મલિન ચિત્તવૃત્તિ આપોઆપ ચાલી જાય છે.
બીજા દુઃખની અપેક્ષાએ પિતે સુખી છે-એમ જાણ - વાથી, પોતાના રૂપને, બળ, ઘન, બુદ્ધિને, કુલને અને જાતિ વગેરેને મદ થાય છે, તેને દપ પણ કહેવાય છે. આ દ૫થી દુઃખી જીવો પ્રત્યે એક પ્રકારને તિરસ્કારભાવ ઉત્પન્ન થાય છે. આત્મદષ્ટિએ બધા જ તુલ્ય છે–એમ જાણીને, દુઃખી છ પ્રત્યે જ્યારે કરુણા ભાવના સ્થિર કરવામાં આવે છે, ત્યારે પિતાનો દ૫ અથવા અહંકાર ચાલે જાય છે અને બીજા પ્રત્યે તિરસ્કાર પણ દૂર થઈ જાય છે.
પ્રત્યેક વસ્તુનું બળ સ્થાનવિશેષ પામીને જ હિતકર કે હાનિકર બને છે. સ્થાનભેદે તે જ વસ્તુ હાનિકર મટીને હિતકર બને છે અથવા હિતકર મટીને હાનિકાર થાય છે. વિષયને પ્રેમ હાનિકર છે. તે જ પ્રેમ જે પરમેષ્ઠિઓ પ્રત્યે દાખવવામાં આવે, તો તે અત્યંત લાભકારક બને છે. વિષય પ્રત્યે વિરક્ત લાભદાયક છે. તે જ વિરક્તિ જ્યારે ધર્મ
Page #519
--------------------------------------------------------------------------
________________
તરફ આવે, ત્યારે દુઃખનું કારણ બને છે. પિતાના જ અને તે પણ વર્તમાનકાલીન જ દુખવિષયક દ્વેષ સંકલેશજનક બને છે, પરંતુ તે જ ઠેષ જે સર્વ દુઃખી પ્રાણીઓના દુઃખ વિષયક બને છે અથવા પિતાના સર્વકાલીન દુઃખ વિષયક બને છે, તે ચિત્તના સંકલેશને દૂર કરનાર બને છે. તાત્પર્ય એ છે કે-વર્તમાનકાળ અને કેવળ સ્વવિષયક સંકુચિત વૃત્તિ જ્યારે ત્રિકાળ અને સર્વ સત્ત્વવિષયક વિશાળ બને છે, ત્યારે ચિત્તના સંકલેશની હાનિ થાય છે અને નિર્મળતા પ્રાપ્ત થાય છે. માત્ર એટલું જ નહિ, પણ આગળ વધીને એવી કરુણામય ચિત્તવૃત્તિથી વિશ્વનું સર્વોત્તમ પદ તીર્થંકરપણું પણ પ્રાપ્ત થાય છે અને તે સર્વ જીના દુઃખનું નિર્મૂલન કરનાર મોક્ષમાર્ગ અને ધર્મતીર્થનું પ્રવર્તન કરાવનાર થાય છે.
સર્વ સન્ક્રિયાઓ, સર્વ ધર્મ અનુષ્ઠાનો સર્વ આગમવા વગેરેની પાછળ સ્વ-પવિષયક કરુણ રહેલી છે. પિતે જે અનુષ્ઠાનની સાધના કરે છે, તે અનુષ્ઠાન જેમને પ્રાપ્ત થયું નથી, તેમના પ્રત્યે જે કરુણા ભાવના ન હોય, તે તે અનુષ્કાનમાં કદી પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, કેમ કેતેને પિતાના અનુષ્ઠાનમાં વાસ્તવિક પ્રણિધાન થયું નથી, તે અનુષ્ઠાનની તાત્વિક મહત્તા કે દુર્લભતા તેને સમજાઈ નથી, અથવા તે અનુષ્ઠાનની પાછળ તેને કોઈ દુષ્ટાશય, પાપકર્ષ કે કર્નાદિ મલિન આશય હજુ ટળે નથી કે શુભાશુભ પ્રગટ્યો નથી.
Page #520
--------------------------------------------------------------------------
________________
૪૮
આ કરુણા ભાવનાથી સ્કર્ષ અને પાપકષાદિ દુષ્ટ ચિત્તવૃત્તિઓને વિલય થઈ જાય છે અને શુદ્ધ પ્રણિધાનના પ્રભાવે ધર્માનુષ્ઠાનની સિદ્ધિ નિર્વિન બને છે.
હીનગુણું પ્રત્યે તિરસ્કાર અને દુઃખીના દુખ પ્રત્યે ઉપેક્ષા કરનાર જીવને મોક્ષ હજી ઘણે દૂર છે એમ કહી શકાય. જે બીજાને તિરસ્કાર કરે છે, તે પિતે જ તિરસ્કારને પામે છે. જે દુઃખીઓની ઉપેક્ષા કરે છે, તેને દુઃખ વખતે બીજાઓની સહાય મળતી નથી. કરુણાભાવનાના અભ્યાસથી આ તિરસ્કાર અને ઉપેક્ષા રૂપ અશુભ ચિત્તવૃત્તિઓનો વિલય થાય છે, તેથી તે કરુણાભાવનાને કેળવવી એ પરમ કર્તવ્ય બને છે.
હિતે દેશનું દાન એ સર્વશ્રેષ્ઠ કરુણા છે. શ્રી જિનપ્રવચન હિતોપદેશરૂપ છે, માટે તે કરુણામય છે. શ્રી જિનેશ્વરે પુષ્કરાવ મેઘના સ્થાને છે. તે મેઘમાંથી હિતેપદેશરૂપ અમૃતની વૃષ્ટિ થાય છે. વર્ષો વડે ભવ્ય જી પરમ શાન્તિને પામે છે. “લાનની સેવા એ તીર્થકરોની સેવા છે અને શ્વાનની ઉપેક્ષા એ તીર્થકરોની જ ઉપેક્ષા છે.” આ વાક્ય પણ કરુણાના માહામ્યને જ કહે છે. '
દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારને ધર્મ ચતુર્વિધ શ્રીસંઘમાં કરુણાનું જ માહાસ્ય સૂચવે છે. દાન વડે સ્વ અને પર ઉપકાર થાય છે, શીલ વડે અને તપ વડે પણ સ્વ-પર દુઃખનું નિવારણ થાય છે. ગૃહિધર્મ અને યતિધર્મ વડે પણ અહિંસાનું પાલન થતું હોવાથી કરુણા ૩૧
Page #521
--------------------------------------------------------------------------
________________
४८२
ભાવનાનું પ્રાધાન્ય સચવાય છે. જે ધર્માનુષ્ઠાનના મૂળમાં દયા-કરુણાને ભાવ નથી, તે ધર્માનુષ્ઠાન વાસ્તવિક ધર્માનુષ્ઠાન ગણાતું નથી. કરુણામય જિનપ્રવચનનાં રહસ્યો હદયમાં કરુણાભાવ પ્રગટવાથી જ સમજાય છે. હીનગુણ આત્માઓ પ્રત્યેની કરુણા અધિક ગુણવાળા આત્માઓની સાથે મેળ કરાવે છે, તેઓની કરુણાના પાત્ર બનાવે છે અને તેઓની કરુણાના પ્રભાવે તે અધિક નવા નવા ગુણોને વિકસાવે છે.
૪-માથથ્ય ભાવના રાગ અને દ્વેષની વચ્ચે રહે તે મધ્યસ્થ. કઈ પણ પ્રસંગમાં રાગ કે દ્વેષ ન થાય, તે માટે પુનઃ પુનઃ ચિંતન તે માયશ્ય ભાવના છે.
(૧) પાપીવિષયક માયટ્ય-પ્રથમ માધ્યથ્ય અર્થાત્ ઉપેક્ષા ભાવના પાપી જી પ્રત્યે છે. પાપી જીવને પાપથી અટકાવવા માટે પ્રયત્ન કર્યા છતાં, જ્યારે તેઓ પાપથી ન અટકે, ત્યારે તેઓ પ્રત્યે મધ્યસ્થ રહેવું. પરંતુ ચિત્તને ક્રોધાદિ કષાયથી કલુષિત થવા ન દેવું. આ જાતની મધ્યસ્થતા રાખવાથી તે પાપી જીવ પાપમાં અતિ આગ્રહી બનતે કદાચ અટકી જાય અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક કાયમ રહે છે. તેવા પ્રસંગે તેને તિરસ્કાદિ કરવાથી તે શ્રેષને ધારણ કરનાર બની જાય અને તેથી વરની પરંપરા વધી જાય છે. માધ્યસ્થથી તેને આપણું પ્રત્યે સદ્ભાવ ટકી રહે છે અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક આપણું હાથમાં રહે છે. જેમ અપશ્યના
Page #522
--------------------------------------------------------------------------
________________
૪૮૩ સેવનથી રોગીને અકાળે નિવારી ન શકાય તે મધ્યસ્થપણું રાખવું હિતકર છે, તેમ અહિતના સેવનથી નહિ અટકનાર
જીવ ઉપર પણ તેવા પ્રસંગે એટલે કે–તેને સુધારવાને કાળ નહિ પાયે હોવાથી આપણું માધ્યમથ્ય ટકાવી રાખવું તે ઉભયના હિતમાં છે. માધ્યશ્મથી અમર્ષ અર્થાત્ વર લેવાની ઈચ્છારૂપ ચિત્તમળ ટળે છે.
(૨) વૈરાગ્યવિષયક માયથ્ય-વૈરાગ્ય એ વિષયક સુખ ઉપરની એક પ્રકારની અરુચિ યા છેષ છે. આ બ્રેષ પ્રશસ્ત હોવાથી પુન્યાનુબંધી પુન્યને હેતુ છે અને તે પરિણામે સાંસારિક સુખ ઉપર માથથ્ય અર્થાત્ રાગદ્વેષરહિતપણું પેદા કરે છે. સુખ ઉપર શ્રેષની જેમ દુખ ઉપર રાગ, એ પણ પ્રશસ્ત મનભાવ હોવાથી, પુન્યાનુબંધી પુન્યને હેતુ બની પરિણામે માધ્યચ્ય અર્થાત્ રાગ-દ્વેષરહિતપણું ઉત્પન્ન કરે છે. વષયિક સુખની પાછળ રહેલ જન્મ-મરણાદિ દુખની પરંપરાને વિચાર તથા તેનાથી પુનઃ નવીન નવીન કર્મબંધનતા આદિના વિચારોથી સુખ ઉપર દ્વેષ થાય છે અને “દુઃખ તે કર્મનિજેશમાં ઉપકારક તથા પરિણામે દુર્ગતિના દુઃખેના નિવારણમાં કારણભૂત છે.” એ જાતિના વિચારોથી દુખ ઉપર રાગ જાગે છે.
(૩) સુખવિષયક માયથ્ય-સુખ વિષયક માધ્યશ્યમાં દષ્ટાંત શ્રી તીર્થકર ભગવતેના ચરમ ભનું, તેમજ અનુત્તર વિમાનના દે, ધન્ના-શાલિભદ્ર, પૃથ્વીચંદ્ર, ગુણસાગર વગેરે મહાપુરુષનું છે. પુન્યાનુબંધી પુન્યને ઉપલેગ
Page #523
--------------------------------------------------------------------------
________________
કરનારા તે મહાપુરુષે સુખનો ઉપભેગ ઈરછારહિતપણે, કેવળ પૂર્વકૃત કર્મના ઉદયે જ કરતા હતા. આ સુખવિષયક માધ્યશ્ય યોગની છ દષ્ટિઓમાંથી પસાર થયા પછી આવે છે.
(૪) દુ:ખવિષયક માયથ્ય - દુખવિષયક માધ્યસ્થમાં દષ્ટાન્ત ભગવાન શ્રી મહાવીરદેવ, ગજસુકુમાળ મુનિ અને બંધક મુનિના શિષ્ય વગેરે છે.
(૫) ગુણુવિષયક માયશ્ચ-ગુણવિષયક માથથ્ય લબ્ધિધર મુનિઓને હોય છે. તેઓ વિચારે છે કે-ક્ષયોપશમ ભાવ આત્માની અપૂર્ણતા છે. તેમાં આનંદ માનવાને હેય જ કેમ? લબ્ધિ, સિદ્ધિ, વગેરે ક્ષયોપશમ ભાવના ઘરની છે.
(૬) મોક્ષવિષયક માધ્યચ્ય-મક્ષ વિષયક માધ્યશ્ય અપ્રમત્તાદિ ઉપરના ગુણસ્થાનકોએ પ્રગટે છે. તેને અસંગ અનુષ્ઠાન પણ કહે છે. તે સમયે સમતાજનિત સહજાનંદરૂપ અમૃતના મહાસાગરમાં તે મહાત્માએ મન બને છે.
(૭) સર્વ વિષયક માય મોક્ષવિષયક માધ્યત્ર્ય કેવલી ભગવંતેને હોય છે અને કેવલી ભગવંતોએ બતાવેલાં તનું અનેકાન્તદષ્ટિથી ચિંતન કરનાર મહાપુરુષને એ માધ્યશ્ય સ્વયમેવ પ્રગટે છે. આ માધ્યશ્યને ધારણ કરનારા મહા મુનિઓ સર્વ વિચારે અને સર્વ વચને પ્રત્યે મધ્યસ્થ હોય છે. તેઓની મનઃપરિણતિ સર્વનયાવાહી હોય છે. આવી પરિણતિ વિના વસ્તુને યથાર્થ નિર્ણય સંભવતો નથી, ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન
Page #524
--------------------------------------------------------------------------
________________
૪૮૫
ક્રિયા, વિધિ-નિષેધ આદિ સવ બાજુએને સાપેક્ષપણે તે મહાપુરુષા ગ્રહણ કરે છે. તે આગમિક પદાર્થાને આજ્ઞાથી અને યુક્તિથી સમજાય તેવા પદાર્થાને યુક્તિથી ગ્રહણ કરે છે.
પરાધની સખ્યામાં જેમ શત સખ્યા સમાઇ જાય છે, તેમ અન્ય દર્શનના સદ્દવિચારાને તેએ સ્વદર્શનમાં સમાવી શકે છે, એટલે કે—સમવતાર કરી શકે છે. સત્ર અનેકાન્તના ચિંતનરૂપ અનેકાન્ત ચિંતનરૂપ અનેકાન્ત ભાવનાથી તેઓના પ્રત્યેક વિચાર પવિત્ર થયેલા હેાવાથી, કયા વખતે કયા નયને આગળ કરવાથી સ્વ-પરનું હિત છે, તેના વિચાર કરીને જ તે તે તે નયને મુખ્ય સ્થાન આપે છે.
માધ્યસ્થ્યને કારણે તેઓનાં વચના સાગર કરતાં પણ ગંભીર અને ચંદ્રમા કરતાં પણ સૌમ્ય હોય છે. તે કેવળ સત્યના જ આશ્રયે હોવાથી સ્વદન પ્રત્યે રાગ અને પરદર્શન પ્રત્યે દ્વેષ તેઓને રહેતા નથી.
છે. કવિપાક
શ્રી જિનપ્રવચન માધ્યસ્થ્ય રસથી છàાછલ ભરેલું છે, કેમ કે-તેના પ્રરૂપક પરમ મધ્યસ્થ શ્રી જિનેશ્વરદેવ છે. નયના વિચાર જેમ મધ્યસ્થતા લાવે છે તેમ ક્રમ પ્રકૃતિના વિચાર પણ મધ્યસ્થતાને ઉત્પન્ન કરે ચિંતનથી પણ જીવ મધ્યસ્થ બની શકે છે. કળા પ્રત્યે પણ મધ્યસ્થ ભાવ જાગે છે. સવ અનુષ્ઠાના કમ ક્ષયને ઉદ્દેશીને અથવા પ્રભુ-આજ્ઞાપાલનના હેતુએ કરવામાં આવે છે. ક્રમ ક્ષયના ઉદ્દેશથી થતું અનુષ્ઠાન શ્રી સિદ્ધ ભગવાને અપણુ થાય છે અને આજ્ઞાપાલનના
સુવ અનુષ્ઠાનનાં
Page #525
--------------------------------------------------------------------------
________________
૪૮૬
હેતુથી કરવામાં આવતું અનુષ્ઠાન શ્રી અરિહંત ભગવંતેને અર્પણ થાય છે. આ નિષ્કામભાવને જ અન્ય દર્શનના મતે ઈશ્વરા૫ણબુદ્ધિ કહેવાય છે. પ્રત્યેક અનુષ્ઠાન વખતે જે ચિત્તરત્નમાં શ્રી તીર્થકર ભગવંતેનું અધિષ્ઠાન થાય છે, તે સર્વત્ર માધ્યસ્થની સિદ્ધિ સુલભ બને છે.
શ્રી જિનપ્રવચનમાં જીવાદિ નવ ત, અનિત્યાદિ બાર ભાવનાઓ, સર્વ પ્રકારના ધર્મો અને નિયમે, સર્વ શાસ્ત્રો અને સર્વ સકિયાઓ વગેરેનું લક્ષ્ય જીવને મધ્યરાગ-દ્વેષરહિત બનાવવા માટે છે. શ્રી વીતરાગ ભગવંતની મુદ્રા પણ મધ્યસ્થ ભાવની દ્યોતક છે. ઉલ્લંગમાં રામા નથી અથતુ હૃદયમાં શગ નથી અને હાથમાં શસ્ત્ર નથી અર્થાત્ હદયમાં દ્વેષ નથી, એ જ વસ્તુ માથથ્યની દ્યોતક છે.
શ્રી નમસ્કાર મહામંત્ર પણ માધ્યશ્યમય છે. તેમાં શ્રી પંચપરમેષિએનું મરણ છે, કેમ કે તેઓ પૂજય છે. પૂજ્યતા મધ્યસ્થભાવ વિના આવતી નથી. આ રીતે મધ્યસ્થ ભાવના પણ નવકારને સાર છે, તેથી તે પરંપરાએ ચૌદ પૂર્વને પણ સાર બને છે.
અહિંસા, સત્ય, અચૌર્ય વગેરે ધર્મો પણ મધ્યસ્થતાના વિવિધ પ્રકારે છે. હિંસામાં સ્વાર્થ અને વિર હોય છે. સ્વાર્થ એ રાગ અને વર એ દ્વેષ છે. અહિંસામાં તે બનેને અભાવ છે. જે રાગ અને દ્વેષ હેય, તે જ અસત્ય બોલાય છે. સત્ય વચન વખતે તે બન્નેને અભાવ છે. માધ્યશ્ય વિના શ્રેષ્ઠ જીવન સંભવતું નથી. જ્યાં જ્યાં
Page #526
--------------------------------------------------------------------------
________________
માધ્યરને ભંગ થાય છે, ત્યાં ત્યાં કલેશ, ભય, રાગ અને શોક વગેરે ઉભા થાય છે. શક્તિ કરતાં અધિક આહાર લેવાથી રોગ થાય છે અને અધિક બોલવાથી વરવિરોધ થાય છે. આ જગતમાં જે કાંઈ દુખે છે, તે માધ્યમથ્યને ન જાળવવાના પરિણામે હોય છે. આથી જ કહ્યું છે કે-જે કમ ખાઓ, ગમ ખાઓ, તો શરીર અને મન એ બન્નેના મારથી બચાય છે. જિનપ્રવચન માધ્ય.
ધ્યમય હોવાથી, તેનાં રહસ્થા અને ગુપ્ત અર્થો મધ્યસ્થ પુરુષોની આગળ જ પ્રગટ થાય છે. | મધ્યસ્થ શબ્દમાં “મધ્ય”નો અર્થ કેન્દ્ર થાય છે અને “સ્થ” એટલે તેમાં કેન્દ્રમાં રહેવું તે. બધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર આત્મા છે. પ્રવૃત્તિઓ તે ચક્ર છે પ્રત્યેક ચક્ર (Circle)ને કેન્દ્ર (Center) હેયજ છે. તે રીતે રાત-દિવસ થતી મન, વચન અને કાયાની જે બધી પ્રવૃત્તિઓ છે, તેઓનું પણ કેન્દ્ર એક જ છે અને તે આત્મા છે. આત્મા તરફ લક્ષ્ય કેન્દ્રિત કરીને જે કાંઈ પ્રવૃત્તિ થાય, તે બધી મધ્યસ્થ કહેવાય.
મધ્યસ્થ માણસ તે કહેવાય છે, કે જે બધાનું સાંભળે પણ કઈમાં ખેંચાય નહિ તેનું ખેંચાણ માત્ર સત્ય તરફ જ હોય છે. અહીં સત્ય એક આત્મા છે, કેમ કે તે જ કાયમી રહેનાર છે અને તે જ ચિદઘન અને આનંદઘન છે. આથી જ્ઞાન- તિ અને આનંદને પ્રકાશ બધે તેમાંથી જ છે-તેના આધારે છે. આપણે પ્રવૃત્તિ માત્રનું મૂળ કેન્દ્ર આત્મા છે. તેનું કદી પણ વિમરણ ન થવા
Page #527
--------------------------------------------------------------------------
________________
૪૮૮
દેવું. તે કેન્દ્રસ્થ એટલે મધ્યસ્થ છે, માટે તેને ન્યાયાધીશની ઉપમા પણ આપી શકાય. અથવા અનેક સંતાનનો પિતા જેમ બધા સંતાને પ્રત્યે મધ્યસ્થભાવ રાખે છે, તેના જેવી ઉપમાવાળે આત્મા છે.
ગુણ માત્રની ઉત્પત્તિ મધ્યસ્થભાવમાંથી થાય છે. જીવ માત્ર પ્રત્યેની મૈત્રી, ગુણી માત્ર પ્રત્યેને પ્રમદ, દુઃખી માત્ર પ્રત્યેની કરુણા અને પાપી માત્ર પ્રત્યેની ઉપેક્ષા, તે બધા મધ્યસ્થ ભાવના જ વિશિષ્ટ પ્રકારો છે. સુખ-દુઃખ પ્રત્યેનું માધ્યશ્ય તે વૈરાગ્ય કહેવાય છે. વિશ્વચિગ્ય પ્રત્યેનું માધ્યચ્યું તે વિવેક કહેવાય છે. માધ્યશ્ય એ સર્વત્ર વિવેક-બુદ્ધિજન્ય હેય છે વિવેક બુદ્ધિ, ન્યાય બુદ્ધિ, શુદ્ધ બુદ્ધિ, નિષ્પક્ષ બુદ્ધિ, મધ્યસ્થ બુદ્ધિ વગેરે એક જ અર્થને કહેનાર ભિન્ન ભિન્ન શબ્દો છે. ન્યાયબુદ્ધિ એ સત્યને પક્ષપાત છે. અહિંસાદિ વતે, ક્ષમાદિ ધર્મો, દાન કે પૂજન આદિ શુભ પ્રવૃત્તિઓ એ ન્યાયબુદ્ધિનું ફળ છે. સર્વ પ્રકારનાં શુભ અનુષ્ઠાને અને સર્વ પ્રકારનાં સુભાષિત ન્યાય બુદ્ધિવાળા, મધ્યસ્થ વૃત્તિવાળા અને આત્મસ્થિત મહાપુરુષોના હદયમાંથી નીકળેલાં છે, તેથી તે ઉપાદેય બને છે. સામાયિક ધર્મ પણ મધ્યસ્થભાવને દ્યોતક છે, કારણ કે–પરમ મધ્યસ્થ એવા શ્રી જિનેશ્વર ભગવંતોએ તેને પ્રથમ જીવનમાં જીવી, તેનું ફળ પ્રાપ્ત કરીને, વિશ્વકલ્યાણને માટે તેને ઉપદેશ આપ્યો છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
श्री नमस्कार महामंत्राय नमो नमः ।
શ્રી નમસ્કાર મહામત્રના પ્રભાવ ઃ
इहपरलोयसुहयरो
इहपरलो दुहदलणपञ्चलओ |
एस परमेट्ठिविसओ, भत्तिपत्तो नमुक्कारो ॥ १ ॥ અ:—પરમેષ્ઠિ વિષયક ભક્તિપ્રયુક્ત આ નવકાર આલેક અને પરલાકમાં સુખને કરનારા છે. અને આàાક તથા પાલેાકના દુઃખને દળનારા છે.
આ સ`સાર અનત દુઃખાથી ભરેલા છે. તેને દુઃખના સાગર કહેવામાં અતિશયક્તિ નથી. પરંતુ જે મનુષ્યના અંતમાં 4 નમસ્કાર મહામંત્ર 97 રમણ કરતા હાય, જેણે ભાવથી તેનું શમણું લીધુ હાય, તેને આ સસારના દુઃખા લેશ પણ સ્પર્શી શકતા નથી, શ્રી નમસ્કાર મહામત્ર રૂપ નાવમાં બેસીને તે નિર્વિઘ્ને સ’સારસાગરને પાર ઉતારી જાય છે, જેમ હાથીના ટાળા વચ્ચે રહેલાં સિંહના બચ્ચાને તેના પ્રભાવને કારણે હાથી કઇ કરી શકતા નથી, તે જ રીતે જેના ચિત્તમાં આ મહામત્રરૂપી કેસરીસિ ́દ્ધ ક્રીડા કરી રહેલ છે તેને સ'સારના ઉપદ્વવારૂપી હાથીએ કાંઇ જ પીડા ઉપજાવી શકતા નથી. ચારે ગતિનાં ભયાનક દુઃખા તેનાથી દૂર ભાગે છે.
૩૨
Page #529
--------------------------------------------------------------------------
________________
આ નમસ્કાર મહામંત્ર બધા શાસ્ત્રોમાં મહાશા ગણાય છે. ચૌદ પૂર્વને ઉદ્ધાર છે. ચૌદ પૂર્વધર મહર્ષિએ પણ જીવનના અંત સમયે શરીરશક્તિ ક્ષીણ થતાં બધા શાસ્ત્રોને સ્વાધ્યાય કરવા અસમર્થ બને છે, તે વખતે પણ આ મહામંત્રનું શરણ તેઓ છેડતા નથી. જીવનના અંતિમ શ્વાસ સુધી આ મહામંત્રનું રટણ ચાલુ રાખે છે. કારણ કે આ પ્રભાવક મહામંત્ર તેની આરાધનાના પ્રતાપે ભવાંતરમાં નિયમા ઉર્વગતિ અપાવે છે.
શ્રી નવકાર એ શબ્દથી નાને હેવા છતાં અર્થથી અતિ મહાન છે. તેનું ફળ અનંત છે. તેથી પ્રત્યેક કાર્યની શરૂઆતમાં જ્ઞાનીઓ તેનું સ્મરણ કરવાનું વિધાન કરે છે. જેમકે ઉઠતાં નવકાર, બેસતાં નવકાર, સુતાં નવકાર, જાગતાં નવકાર, પ્રયાણ કરતાં નવકાર, પ્રવેશ કરતાં નવકાર, પચ્ચખાણ પારતાં નવકાર, ભજન કરતાં, જન્મ કે મરણ વખતે, દુખમાં કે સુખમાં, માંદગીમાં કે આરોગ્યમાં, વ્યાખ્યાનના પ્રારંભમાં કે વ્રતના ઉચ્ચારણમાં, નંદી સંભળાવવામાં, સૂત્ર ભણતાં, પખી સૂત્ર બેલતાં કે સામાયિક આદિ ઉચ્ચારતાં, અટવીમાં કે કોઈપણ સંકટ વખતે અથવા તે અનિવાર્ય સંજોગ આવી પડે તે અશુચિ વખતે પણ નવકારના સ્મરણને નિષેધ કર્યો નથી. કહ્યું છે કે બાલક-બાલિકાના જન્મ વખતે નવકાર ગણવામાં આવે તે જન્મ બાદ બહુ ઋહિને આપનારે થાય છે અને મૃત્યુ વખતે ગણવામાં આવે તે મરણ બાદ સુગતિને આપનારે થાય છે. આપત્તિ વખતે ગણવામાં આવે તે સેંકડો આપત્તિઓનું ઉલ્લંઘન
Page #530
--------------------------------------------------------------------------
________________
' હા થાય છે અને અદ્ધિ વખતે ગણવામાં આવે તો તે દિન વિતાવે છે.”
એ દષ્ટિએ નાનું કે મોટું કોઈપણ કાર્ય કરવું હોય ત્યારે પ્રથમ નવકારનું સ્મરણ કરીને પછી તે કાર્ય શરૂ કરવું જોઈએ. સાધુને આહાર વાપરવા પહેલાં પણ નવકાર ગણવાનું કહેવું છે. આ રીતે માણસ ઉઠે ત્યારથી માંડીને સૂઈ જાય ત્યાં સુધી વારંવાર નવકાર સમરણનું વિધાન છે. અને આ પ્રમાણે મનુષ્યના જીવનવ્યવહારની સાથે નવકારનું મરણ ઓતપ્રેત રહેલું છે.
આવી રીતે જ્ઞાનીઓની આજ્ઞા મુજબની બીજી પણ જે જે પ્રણાલિકાઓ ચાલે છે, તે પણ એકાન્ત કલ્યાણ કરનારી હોય છે.
શ્રી નમસ્કાર મહામંત્ર એ પંચ પરમેષ્ટિ ભગવતે પ્રત્યે આદર સૂચવનારી પવિત્ર ક્રિયા છે. એ ક્રિયાને વિષય પરમેષ્ઠિઓ છે. તેથી તેનું ફળ પણ મહાન છે. પંચ પરમેષ્ટિ ભગવંતે પ્રત્યે નમસ્કારને ભાવ એ કર્મરૂપી વનને બાળી નાખવા માટે દાવાનલ સમાન છે. તે અધ્યવસાય અચિત્ય શક્તિથી યુક્ત છે. શરત એટલી જ છે કે સાચા ભાવે તે નમસ્કાર થ જોઈએ. નમસ્કાર કરતી વખતે બાહ્ય ક્રિયાની સાથે મનથી પણ અત્યંત નમ્ર બનીને નમસ્કાર દ્રવ્યભાવ ઉભયદષ્ટિથી શુદ્ધ થવું જોઈએ. દ્રવ્ય નમસકાર એટલે હાથ જોડવા, માથું નમાવવું, પંચાંગ પ્રણિપાત કરે તે. અને ભાવ નમસ્કાર એટલે વિષય-કષાયથી વિરામ પામવું. આપણે નાના છીએ, અતિ લઘુ છીએ. પરમાત્મા મહાન છે. એમની
Page #531
--------------------------------------------------------------------------
________________
મહાનુભાવતાના કારણે જ માત્રથી આપણને મહાન
ભાવ નમસ્કાર છે.
ર
માત્ર તેમને ફળ મળે છે,
કરવા
નમસ્કાર એમ માનવું તે
,,
સાચા ભાવથી નવકાર મંત્રના માત્ર એક જ અક્ષરના મરજીથી સાત સાગરોપમનું પાપ નાશ પામે છે. અને “નમો અરિહંતાનું ’એ સાત અક્ષરરૂપ એક પદના સ્મરણથી પચ્ચાસ સાગરોપમનાં પાપ નાશ પામે છે અને સ'પૂર્ણ' શ્રી નવકારના સ્મરણથી પાંચસે સાગરૈપમનાં પાપે નાશ પામે છે. એનાથી આગળ વધીને કહેવું હાય તા વારંવારના અભ્યાસના ચગે જ્યારે નમસ્કારના સસ્કારી આત્મામાં અત્યંત દૃઢ અને છે, ત્યારે માત્ર એક જ નમસ્કાર સવ પાપાના ક્ષય કરી જીવને અજરામર સ્વરૂપ બનાવે છે.
આ રીતે અલ્પ પરિશ્રમથી તે મહાનમાં મહાન લાભ આપે છે. આરાધના માટે ખુટતી તમામ સામગ્રી આ નવકાર પૂરી પાડી જીવને ગુણસ્થાનકના ક્રમમાં આગળ વધારી અલ્પ સમયમાં સિદ્ધિસુખ આપનારા અને છે. શ્રી નવકારની આરાધનામાં આગળ વધેલા જીવને જૈનશાસનની તમામ આરાધના ક્રમસર સ્વયમેવ આવી મલે છે. અને અવશ્ય સક્ષ પણ બને છે. સિદ્ધિસુખને આપનારી આ મહામંત્ર જીવને સિદ્ધિસુખ ન મલે ત્યાં સુધી તે સ`સારમાં પણ શ્રેષ્ઠ ગણાતાં અથ-કામ-આાગ્ય-અભિરતિ સત્ર આન'–મંગળ સમાધિ-માધિ-સકૃતિ અને પુર'પરાએ સ ́પૂર્ણ સિદ્ધિ અપાવનારે બને છે.
સંપૂર્ણ આદર, ઉત્કૃષ્ટ સત્કાર અને સન્માન પૂર્ણાંક વચ્ચે
Page #532
--------------------------------------------------------------------------
________________
આંતરૂ પાડ્યા વિના દીર્ઘકાલ સુધી અવિચ્છિન્નપણે ત્રણે સંધ્યાએ નિયમિત અને સંકલેશ હોય ત્યારે વારંવાર તેનું રટણ ચાલુ રહેવું જોઈએ.
નવકારને જાપ કરનાર પોતાના જીવનમાં નીતિ, સદાચાર આદિનું પાલન ચુસ્તપણે કરવું જરૂરનું છે. જાપની આરાધનામાં જે જે આચાર-વિચાર અપશ્યના સ્થાને છે તેને ત્યાગ કર જોઈએ. અને સાધનામાર્ગમાં જે જે પથ્ય હોય તેનું પાલન કરવા માટે ઉદ્યમશીલ બનવું જરૂરી છે. જ
અતિ દુર્લભ આ માનવ જન્મ પ્રાપ્ત કરીને અને તેમાં પણ શ્રી જિનેશ્વર ભગવાનનું શ્રેષ્ઠ શાસન પામીને વિવેકી આત્માઓએ પિતાના જીવનમાં ઓછામાં ઓછા સંપૂર્ણ નવલાખ નવકાર ગણવાની ભાવના અવશ્ય કેળવવી જોઈએ. અને વિધિપૂર્વક તે જાપ પૂર્ણ કરે જઈએ. શાસ્ત્રો કહે છે કે વિધિપૂર્વક નવલાખ શ્રી નવકાર મહામંત્રનો જાપ કરનાર કદિ પણ નરક અને તિર્યંચગતિમાં જ નથી. પરંતુ ઉત્તમ દેવગતિ અને મનુષ્યગતિ પ્રાપ્ત કરી તે મિક્ષ સુખ પ્રાપ્ત કરે છે.
આ રીતે પરમેષ્ઠિ વિષયક ભક્તિ પ્રયુક્ત આ નવકાર મહામંત્ર આ લોક અને પરલોકના સુખને કરનારો છે અને આલેક તથા પરલોકના દુઃખને દળના છે.
* સાધનાના માર્ગમાં શું શું પથ્ય છે અને શું શું અપય છે. તેનું વિશેષ વર્ણન “નમસ્કાર ચિંતામણિ' નામના પુસ્તકમાં સાધનાના માર્ગમાં પથ્યાપથ્ય' એ મથાળા નીચે આપવામાં આવેલ છે. ત્યાંથી જોઈ લેવું.
Page #533
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામંત્રની ધારણા
શ્રી નમસ્કાર મહામંત્રના જાપ, સ્મરણુ આદિમાં એકાગ્રતા કેળવવા માટે ધારણાના અભ્યાસની ખાસ જરૂર છે. ધારણાના નિયમિત અભ્યાસથી નમસ્કાર મહામત્રની આરા ધના ઘણી વેગવતી બને છે.
શરીરની બહાર શ્રી જિનપ્રતિમાજી અથવા બીજા પણ કોઈ પ્રશસ્ત માહ્ય આલખનમાં કે શરી૨ની અંદર હૃદય આદિ કાઈ સ્થાનમાં મનેવૃત્તિને એકાગ્ર કરવા પ્રયત્ન કરવા તેનું નામ ધારણા છે.
ધારણાના અભ્યાસીએ સિદ્ધાસન, પદ્માસન કે સ્વસ્તિકાસન વગેરેમાંથી કાઈ એક આસને બેસવું જોઇએ તથા ઇન્દ્રિયાને અને મનને સ્વસ્થ કરવાં જોઇએ.
નવકારની ધારણા મુખ્યત્વે નવકારના અક્ષરો ઉપર કે પ'ચપરમેષ્ઠિની આકૃતિ ઉપર કરવાની હોય છે અને તે મૂર્તિઓ કે અક્ષરાને શરીરની અંદર કે બહાર અષ્ટદલ કમળ ઉપર સ્થાપન કરવાના છે.
Page #534
--------------------------------------------------------------------------
________________
પ
આ ધારણા શરૂ કરવા પહેલાં સસારના સર્વ વિષા પ્રત્યે વૈરાગ્ય અને પચપરમેષ્ઠિ પ્રત્યે પરમ અનુરાગ પ્રકટાવવાના હોય છે. જેમ કે સ'સારના સર્વ પદાર્થ અનિત્ય, અશરણુ અને દુઃખદાયક છે, ત્યારે પંચપરમેષ્ઠિ ભગવંતા શાશ્વત, શરણભૂત અને મંગળદાયક છે.
ધારણાના અભ્યાસ કરતાં અતઃકરણની વૃત્તિમાં એ મુખ્ય દાષા આવે છે, એક લય અને બીજો વિક્ષેપ. નિદ્રા ખીનતા તે લય છે અને ધારણાના વિષયથી અન્ય વિષયના આકારે ચિત્તનું પરિણમવું તે વિક્ષેપ છે.
લયના હેતુ અજીણુ, અત્યાહાર, અતિશ્રમ આદિ દાષા છે. તેના નાશ કરવા માટે હિત-મિત-ભાજી થવું, શક્તિથી વિશેષ શ્રમના ત્યાગ કરવા, ઉચિત નિદ્રા લેવી તથા ચિત્તની તમાશુષુ જેમ એ થાય તેવા આહારવિહાશદિના અભ્યાસ પાડવા જોઇએ.
વિક્ષેપદોષ ટાળવા માટે એકાગ્રતાના અભ્યાસ પાડવા જરૂરી છે અને વૈરાગ્ય તથા સમભાવની ભાવના વધારવી જોઇએ.
લય અને વિક્ષેપથી જુદા ચિત્તના એક ત્રીજો ઢાષ છે તેને કષાય કહેવાય છે. કષાય એટલે તીવ્ર રાગ-દ્વેષ, તેને ધીરતા અને સાવધાનતાથી દૂર કરવા. રાગના હેતુએ અનુકૂળ શબ્દાદિ વિષયા છે અને તેના હેતુભૂત શરીર, ધન, ધાન્ય તથા સ્ત્રી-પુત્રાદિ છે, દ્વેષના હેતુએ પણ પ્રતિકૂળ એવા તે વિષયે જ છે. વિષયની અસારતા, તુચ્છતા અને
Page #535
--------------------------------------------------------------------------
________________
૪૯૬ અપકારકતાના પુનઃ પુનઃ વિચાર કરવાથી કષાય દોષ અર્થાત્ રાગ-દ્વેષની તીવ્રતા ટળી જાય છે.
એ રીતે ધારણાના અભ્યાસ દૃઢ કરવા માટે વિષયવિરાગ પ્રબળ કરવા જોઈએ અને ધ્યેયમાં પ્રીતિને દૃઢ કરવી જોઇએ. જ્યારે જ્યારે લય, વિક્ષેપ અને કષાય દોષના સંભવ જણાય ત્યારે ત્યારે તેના પ્રતિપક્ષી ઉપાચા વડે તેનું નિવારણ કરતા રહેવું જોઇએ.
ધારણાને અભ્યાસ કર્યા પછી શરૂઆતના કેટલાંય દિવસે। સુધી ચિત્ત કેટલેાક વખત ધ્યેયાકાર સ્થિતિમાં, કેટલેાક વખત લયાવસ્થામાં, કેટલાક વખત વિક્ષેપાવસ્થામાં અને કેટલેાક વખત કષાયાવસ્થામાં રહે છે. જેમ જેમ વૈશગ્યભાવના વધતી જાય છે અને ધ્યેયવિષયમાં પ્રીતિ જામતી જાય છે, તેમ તેમ લય, વિક્ષેપ અને કષાયાદિ ન્યૂન થવા માંડે છે અને ધારણાના અભ્યાસ પરિપત્રપણાને પામતાં યાનાભ્યાસના અધિકારી થવાય છે.
ધારણાસિદ્ધિ માટે વૈરાગ્યભાવના અને ભક્તિભાવનાને પ્રખળ મનાવવી આવશ્યક છે. વૈરાગ્યભાવના વડે વિષયતૃષ્ણાના ઉચ્છેદ થાય છે અને ભક્તિભાવના વડે ધ વિષયક અરુચિ અને પ્રમાદ દોષ ટળી જાય છે. સ્રસારની અંદર જીવને એક બાજુ પાંચ વિષયેા છે અને શ્રીજી માજી પંચ પ્રમેષ્ઠિ છે. પંચ વિષયેનું આકષ ણુ અનાદિનું છે. પુચ પરમેષ્ઠિનુંમા શુ અભ્યાસથી સાધ્ય છે. વિષ્ણુના
Page #536
--------------------------------------------------------------------------
________________
ܦܬܗ
આકષ ણથી જીવ રાગદ્વેષને વશ થઈ અનંત ક્રમ ઉપાજન કરે છે અને પંચપરમેષ્ઠિ ઉપરનાં ભક્તિભાવથી જીવ અનત અનંત ક્રમના ક્ષય કરે છે. ક્રમના સંચયથી વ જન્મમચ્છુના ચક્રમાં પડે છે અને ક્રમના ક્ષયથી જન્મ-મરણુના ચક્રમાંથી મુક્તિ મેળવે છે. એ તત્ત્વને સમજીને સાધકે શાસ્ત્ર અને ગુરુના ઉપદેશ મુજબ પૉંચપરમેષ્ઠિ નમસ્કારની ધારણાના અભ્યાસ કરવા જોઇએ તથા ચિત્તમાં વિષય-રાગના સ્થાને ભક્તિરાગ કેળવવા માટે શ્રદ્ધા, ઉત્સાહ અને સાવધનતાપૂર્વક પ્રયત્ન ચાલુ રાખવા જોઇએ.
Page #537
--------------------------------------------------------------------------
________________
શ્રી નમસ્કાર મહામ`ત્રનું યાન
ધારણાના સારી રીતે અભ્યાસ થયા પછી ધ્યાનની ચોગ્યતા પ્રાપ્ત થાય છે. ધ્યાન એટલે એકાગ્ર બુદ્ધિ. અર્થાત્ વિજાતીય જ્ઞાનના અતર રહિત સજાતીય જ્ઞાનની ધારા તે યાન છે. ... ધારણામાં જ્ઞાનની ધારા વચ્ચે વચ્ચે વિચ્છેદ પામે છે, જ્યારે ધ્યાનમાં તેવું થતું નથી. અન્યત્ર પણ કહ્યું છે કે-ધારણાના વિષયમાં ચિત્તની વૃત્તિએાના પ્રવાહને તેલની ધારાની જેમ અવિચ્છિન્નપણે ચાલુ રાખવા તે ધ્યાન છે.
ચક્ષુ આદિ ઇન્દ્રિયા પેાતાના રૂપ આદિ વિષયા તરફ સ્વભાવથી જ પ્રખળ વેગ વડે ધસ્યા કરે છે. ઇન્દ્રિયાને અનુસરનારૂં મન પણ રાત-દિવસ વિષય ચિન્તનમાં જ પ્રવૃત્ત રહે છે. તેથી ધ્યાનના અભ્યાસ કરનારે વિષયેા તરફ જતાં મન તથા ઇન્દ્રિયાને વિષયામાં દોષદશનરૂપી વૈરાગ્ય ષ્ટિવડ શકવાં જોઇએ. વિષયપ્રવણ મનની વિષયપ્રવણુતા વિષયાની અસત્યતા, અસારતા અને અપકારકતાના વિચાર કરવાથી અટકી જાય છે અને મનની સાવધાનતા, દેઢતા તથા ધીરજદ્વારા ઇન્દ્રિયાની ચપળતા પણ જીતાઈ જાય છે.
Page #538
--------------------------------------------------------------------------
________________
૪૯૯
પ્રશસ્ત વિષયનાં ધ્યાનના અભ્યાસ વધવાથી અંતઃકરણની ચાગ્યતા વધે છે. જ્ઞાન અને આન'દની વૃદ્ધિ અનુભવાય છે. ઇન્દ્રિયા તથા શરીર સાત્ત્વિક મને છે તથા ધ્યાનાભ્યાસરૂપ પુણ્યના પ્રથી બાહ્ય વ્યવહાર પણ અનુકૂળતાવાળા બની જાય છે.
કંટાળ્યા વિના નિયમપૂર્વક અભ્યાસ કરવાથી સમય જતાં જેમ માટા માટા ગ્રન્થાનું અધ્યયન કરી શકાય છે, નિત્ય નિયમપૂર્વક ઉંચે ચઢવાથી જેમ મોટા મોટા પતા પાર કરી શકાય છે, નિત્ય ઉત્સાહપૂર્વક ચાલ્યા કરવાથી જેમ પૃથ્વીને પ્રદક્ષિણા આપી શકાય છે, તેમ દૃઢ નિશ્ચયપૂર્વક ઉદ્વેગ પામ્યા વિના નિયમિત ધ્યાનાભ્યાસ ચાલુ શખવાથી કાળે કરીને અનેક વિષયાકારે પરિણમવાના મનના સ્વભાવને પલટાવીને એક જ ધ્યેયના આકારે સ્થિર રાખી શકાય છે.
મનને ચિરકાલથી અનેક વિષચેના આકારમાં પરિણમ વાની ટેવ પડેલી છે. તેને એક જ ધ્યેયાકારે સ્થિર કરવાનું કામ અતિ કઠિન છે, તા પણ દૃઢ પ્રયત્નથી જેમ અન્ય માટાં કાર્યો સુલભ થાય છે, તેમ આ કાય પણ સુકર અને છે. ધ્યાનાભ્યાસીએ ધ્યાનાભ્યાસથી લેશ પણ કટાળ્યા વિના નિત્ય નવા નવા ઉત્સાહથી ધ્યાનાભ્યાસરૂપ કાય ચાલુ રાખવું જોઇએ. ધ્યાનાભ્યાસી જો ચેાગ્ય પ્રયત્નપૂર્વક પેાતાના મનને શુદ્ધ ધ્યેયમાં જોડવા માટે પ્રયત્ન ચાલુ રાખે તા સ્થૂલ અને ચ'ચલ એવા મનને ધ્યાનના બળથી સૂક્ષ્મ અને એકાગ્ર કરવામાં અવશ્ય સફળ થઈ શકે છે,
Page #539
--------------------------------------------------------------------------
________________
પ. અશુદ્ધ મનને શુદ્ધ કરવાનું અને ચંચલ મનને સ્થિર કરવાનું કાર્ય અતિ દુષ્કર છે, તે પણ પંચપરમેષ્ટિના ધ્યાનથી અને ભક્તિપૂર્વકના નમસ્કારથી તે સુલભ બને છે. કારણ કે પંચપરમેષ્ઠિ શુદ્ધસ્વરૂપવાળા, સ્થિર અને શાશ્વત છે.
સમુદ્રથી દૂર રહેલા સ્થાનમાંથી મનુષ્ય જેમ જેમ સમુદ્રની સમીપ આવતે જાય છે, તેમ તેમ સમુદ્ર પરથી આવતા પવનની શીતલ લહેરો વડે તેને તાપ શમતે જાય છે અને આનંદ વધતો રહે છે, તેમ ધ્યાનવડે મનુષ્ય પિતાના બહિર્મુખ મનને જેમ જેમ પરમતત્વની અભિમુખ કરી સમીપ આવતો જાય છે, તેમ તેમ અંતઃકરણમાં અપૂર્વ શાંતિ, સમતા, તૃપ્તિ અને નિર્ભયતાને આનંદ અનુભવતે જાય છે. અથવા મોટા રાજાની સાથે અનુકૂળ સંબંધથી જોડાયેલા સામાન્ય માણસની પણ બાહ્યા-આંતર સ્થિતિમાં મોટા ફેર પડી જાય છે, તેમ જ્ઞાનાનંદ વભાવવાળા પંચ પરમેષ્ઠિઓ સાથે ધ્યાન વડે એકતાને અનુભવનારો મનુષ્ય પણ પિતાની અંદરની અને બહારની સ્થિતિમાં મોટે ભેદ અનુભવ્યા સિવાય રહેતો નથી. જ્યાં જ્યાં તે સ્થિતિ બદલાતી ન જણાય ત્યાં ત્યાં સમજવું કે પરમેષ્ઠિએનું ધ્યાન રીતે કરી શકાયું નથી.
ધારણાકાળે એયની પ્રતીતિ ન્યૂન હોય છે અને અહંવૃત્તિની પ્રતીતિ વિશેષ હોય છે, થાનકાળે ધ્યેયની પ્રતીતિ પ્રબળ બને છે અને અહંવૃત્તિની પ્રતીતિ ઘટી જાય છે.
ચોર આદિના ભયવાળા નગરમાં રહેનારા ધનાઢ્યો
Page #540
--------------------------------------------------------------------------
________________
પદ્મ
પાતાના ધનને પ્રયત્નપૂર્વક ગેાપવી શખે છે, તેમ ધ્યાનાયાસીએ ધ્યાનથી ઉત્પન્ન થતાં ઢાકાત્તર આનને અને અનુભવાતી યાનાનંદની વિલક્ષણ પ્રતીતિઓને પ્રયત્નપૂર્વક ગાવવી જોઇએ.
ચિત્તની નિમળતા કર્યા વિનાનું ધ્યાન કથન માત્ર છે. ખગલા અને ખીલાડાનું ધ્યાન, ધ્યાન હોવા છતાં દુષ્ણન ગણાય છે, તેથી ધ્યાન કરનાર યાતાએ પ્રયત્નપૂર્વક પેાતાના ચિત્તને નિર્માંળ કરવુ જોઇએ. કહ્યુ છે કે ‘જેણે પેાતાના શરીર, ઇંદ્રિયા અને કષાયાને જીત્યા નથી તથા રાગ-દ્વેષને દખાવ્યા નથી, તેણે છિદ્રવાળી પખાલમાં પાણી ભરવાની જેમ ધ્યાન કરવાની નિષ્ફળ ચેષ્ટા કરી છે. ’
જે મનને વશ કરવાનું કાય માટા પર્વતને મૂળમાંથી ઉખેડી નાખવા જેવું, અગ્નિનુ' ભક્ષણ કરવા જેવું, ભૂખ્યા સિડની સામે થવા જેવું, મહાસાગરને ભુજાઓ વડે તરવા જેવું, પૃથ્વીને બાથ ભરવા જેવુ', આકાશમાં નિરાલ'મ ઉડવા જેવુ', તરવારની ધાર પર ઉઘાડા પગે ચાલવા જેવું, અને પ્રબળ વેગથી વાતા વાયુને રાકવા જેવુ અતિદુષ્કર છે, તે કાય પણ પરમાત્મસ્વરૂપને પામેલા પરમેષ્ઠિના સતત યાનથી સિદ્ધ થાય છે. માત્ર તેમાં સતત મંડયા રહેવુ જોઇએ. કહ્યુ છે કે
66
उत्साहान्निश्चयाद् धैर्यात्, संतोषात् सच्चदर्शनात् । मुनेर्जनपदत्यागात्, षड्भिर्योगः प्रसिध्यति ||१||
""
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૨ અર્થાત્ મનને વશ કરવારૂપ યોગનું કાર્ય છ પ્રકાર સતત પ્રયત્ન કરવાથી સિદ્ધ થાય છે, તે પ્રકારે નીચે મુજબ છે. ૧-eત્સાહાત-
વલાસ વધારવાથી. ૨-નિશ્ચયાત-“આ મારું પરમ કર્તવ્ય છે” એ એકાગ
પરિણામ રાખવાથી. ૩--કષ્ટ વખતે પણ સ્થિર રહેવાથી. -સંતોષાત-આત્મારામતા ધારણ કરવાથી. પ-તરવનાત્ત યોગ એ જ તત્વ છે, પરમાર્થ છે, એ
વિચાર કરવાથી. ૬-જાનપત્યા–ગતાનુગતિક લકના વ્યવહારને પરિ
ત્યાગ કરવાથી, ઉત્સાહાદિ આ છ વસ્તુ વડે વેગ સિદ્ધ થાય છે, આ ચિગ એટલે ધ્યાન અથવા એકાગ્રતાને પરિણામ.
આકાશમાં રહેલા તારાઓ, પૃથ્વી પરની રેતીના કણીયાઓ તથા મેઘમાંથી વર્ષના વરસાદના બિંદુઓની સંખ્યા ગણવી જેટલી દુષ્કર છે, તેથી પણ અધિક દુષ્કર ચંચળ એવા મનને વશ કરવું તે છે. તે પણ ઉત્સાહાદિ છે હેતુઓ સહિત પ્રયત્ન કરવામાં આવે તે પંચપરમેષ્ઠિઓના ધ્યાન વડે મન વશ થઈ શકે છે અને ધ્યાતા શાંતતા, સ્થિરતા, નિશ્ચળતા, નિર્ભયતા આદિ ગુણોને અનુભવે છે.
Page #542
--------------------------------------------------------------------------
________________
ધ્યાનસાધના.
( યાગશાસ્ત્રના આધારે )
मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च, तदुद्ध्यानं हितमात्मनः । યોગશાસ્ત્ર પ્રકાશ ૪-૧૧૩
માક્ષ ક્રમ ક્ષયથી થાય છે, ક્રમના ક્ષય આત્મજ્ઞાનથી થાય છે અને એ આત્મજ્ઞાન ધ્યાનથી સાધ્ય છે.
અહીં એ પણ સમજવું' જરૂરી છે કે ધ્યાન માટે પ્રથમ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થવી જોઇએ. ચિત્તની એકાવ્રતા માટે ચિત્તની નિર્મળતા અને તે માટે શરીરની શુદ્ધિ આવશ્યક છે.
ચિત્તની નિર્મળતા માટે મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવની સાધના જરૂરી છે.
મૈત્રી આદિ ચાર ભાવનાઓ,
મૈત્રી આદિ ચાર ભાવનાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. વિશ્વમાં કાઈપણ પ્રાણી પાપ ન કરી, કોઇપણ પ્રાણી
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૯૪
દુખી ન થાઓ, આખું જગત કર્મબંધનથી મુક્ત થાઓ. આ ભાવનાને મૈત્રી ભાવના કહેવાય છે.
જેમના અજ્ઞાન, રાગ, દ્વેષ આદિ તમામ દેશે દૂર થઈ ગયા છે, અને જે વસ્તુ સ્વરૂપનું વાસ્તવિક અવલોકન કરનારા છે, તેવા મહાત્માઓના ગુણને વિષે પ્રેમ પ્રગટ કરે તે પ્રમાદ ભાવના કહેવાય છે. | દીન, પીડિત, ભયભીત અને જીવિતને યાચતા પ્રાણીએના દુખેને દૂર કરવાની બુદ્ધિ તે કારણે ભાવના કહેવાય છે.
નિઃશંકપણે દૂર કર્મો કરનારા, દેવ-ગુરુની નિંદા કરનારા તથા પિતાની પ્રશંસા કરનારા છ પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિ તે માધ્યશ્ચ ભાવના કહેવાય છે. અર્થાત જે જીવો કોઈપણ ઉપાય સુધરી શકે તેવા ન હોય અને તેમને ઉપદેશાદિથી સુધારવા જતાં ઊલટા વધારે દોષવાળા બનતા હેય, તેવા જીવો પ્રત્યે રાગ-દ્વેષ ન રાખતાં ઉપેક્ષા ભાવ રાખવો તે માધ્યરશ્ય ભાવના છે.
ધ્યાનની ધારાને અખંડિત રાખવા માટે આ ચાર ભાવનાઓના અભ્યાસની અત્યંત આવશ્યકતા છે. તૂટતા એવા ધ્યાનને સાંધી આપવા માટે તે રસાયણનું કામ કરે છે,
ધ્યાનમાર્ગમાં પ્રગતિ ઈચ્છનારે પોતાના જીવન વ્યવહારમાં ન્યાય, નીતિ, વ્રત, નિયમ, ત્યાગ, વૈરાગ્ય, કષાયજય, ઇન્દ્રિયનિગ્રહ અને મન સંયમ આદિ કેળવવાં આવશ્યક છે,
Page #544
--------------------------------------------------------------------------
________________
૧૫
જેમણે ક્રોધાદિ કષાયાને જીતવા પ્રયત્ન કર્યાં નથી, ઇન્દ્રિચાને કાબૂમાં લેવાના અભ્યાસ કેળબ્યા નથી, ાગ દ્વેષને જીતવા, નિમ મત્વભાવ પ્રાપ્ત કરવા અને સમતાને પ્રગટાવવા પ્રયત્ન કર્યો નથી, તે આત્મા ધ્યાનમાં પ્રગતિ કરી શકતા નથી. એટલા માટે ધ્યાનની સિદ્ધિના ઇચ્છુકે તેની પૂર્વ ભૂમિકાના ઉપરાક્ત સદ્ગુણેાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની અત્યંત આવશ્યકતા છે,
શરીરશુદ્ધિ
શરીશુદ્ધિ માટે યથાશક્તિ તપની આવશ્યકતા છે. તથા પ્રમાણેાપેત, હિતકારી, પથ્ય અને ગ્નાત્ત્વિક આહાર કરવા જરૂરી છે. સાધકને માટે તામસ અને માદક આહાર સર્વથા વજ્ય છે.
મેાક્ષપુરુષાની શ્રેષ્ઠતા
ધમ, અથ, કામ અને મેક્ષ આ ચાર પુરુષાર્થીમાં માક્ષ ઉત્તમ છે. ઉત્તમ પુરુષા અથ અને કામની ભાવનાથી દૂર થઈ માક્ષને પરમ ધ્યેય બનાવી તેના સાધનરૂપ ધર્મનું આચરણ કરવા સદા તત્પર રહે છે.
માક્ષનુ અનન્ય સાયન ધ્યાન છે, ધ્યાનના સવ આધાર મન ઉપર છે. મનની અવસ્થા જાણ્યા વિના અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂકયા સિવાય ધ્યાનમાં પ્રગતિ થઈ શકતી નથી.
૩૩
Page #545
--------------------------------------------------------------------------
________________
મનની ચાર અવસ્થા સામાન્ય રીતે મનની ચાર અવસ્થા ગણાય છે, અનુક્રમે તેનાં નામો (૧) વિક્ષિપ્ત, (૨) યાતાયાત, (૩) લિષ્ટ અને (૪) સુલીન છે. તેનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે:
કેઈપણ પ્રકારના ચેય વિના જ્યાં ત્યાં પરિભ્રમણ કરતું અસ્થિર મન વિક્ષિપ્ત કહેવાય છે. મનની આ વિક્ષિપ્ત અવસ્થાના કારણે ધ્યાનને જ્યારે પ્રથમ અભ્યાસ કરવામાં આવે છે. ત્યારે મનમાં અનેક પ્રકારના વિક્ષેપ આવ્યા કરે છે. પરંતુ હિંમત રાખીને વચ્ચે આંતરૂં પાડ્યા સિવાય દરરોજ અમુક નિશ્ચિત કરેલા સમયે દિવસના દિવસ સુધી ઉત્સાહભેર આદર અને બહુમાનપૂર્વક અભ્યાસ ચાલુ રાખવાથી અંતે મનનું વિક્ષિપ્ત પણું ચાલ્યું જાય છે.
આ જાતના નિયમિત અભ્યાસ દ્વારા જ દરેક સાધક પિતાના મનને ઉચ્ચ દશામાં લાવવા સમર્થ બને છે.
વિક્ષિપ્ત દશા ઓળંગ્યા પછી મનની બીજી દિશા યાતાયાત” નામની આવે છે. યાતાયાત એટલે જવું અને આવવું. આ અવસ્થામાં ક્ષણ વાર મન ધ્યેયગત વિષયમાં સ્થિર રહે છે અને વળી પાછું ક્ષણ વાર પછી વિકલવાળું બને છે.
પ્રથમની વિક્ષિપ્ત દશા કરતાં મનની આ યાતાયાત અવસ્થા સારી છે. કારણ કે આ અવસ્થામાં જેટલી વાર અને જેટલે સમય મન દયગત વિષયમાં સ્થિર થયું
Page #546
--------------------------------------------------------------------------
________________
૫૦૭
હાય છે, તેટલી વાર અને તૈટલેા સમય તે આનદ સહિત હાય છે.
વિક્ષિપ્ત અને યાતાયાત આ એ પ્રકારનાં મન પ્રથમ અભ્યાસીને હાય છે અને તે વિકલ્પપૂર્વક બાહ્ય વિષયાને ગ્રહણ કરે છે.
મનની ત્રીજી અવસ્થા - ષ્ટિ નામની છે. તે ? અવસ્થામાં મનની ચૈયગત વિષયમાં સ્થિરતા હાવાથી મન સદા આન'વાળુ હોય છે.
મનની ચેાથી અવસ્થા " સુલીન ’ નામની છે, તે અવસ્થામાં મન ધ્યેયગત વિષયમાં અત્યત સ્થિર હોય છે અને તેથી પમાન થી યુક્ત હોય છે.
શ્ર્લિષ્ટ અને સુલીન આ બંને પ્રકારનુ` મન માત્ર ચિત્તગત ચેયરૂપે રહેલા વિષયાને ગ્રહણ કરે છે, પરંતુ મા વિષયાને ગ્રહણ કરતાં નથી. આ બંનેમાં ફરક માત્ર એટલા જ છે કે ત્રીજી અવસ્થા કરતાં ચાથી અવસ્થામાં મન ચેયગત વિષયેામાં અત્યંત નિશ્ચલ થાય છે અને તેથી આનંદ પણ અલૌકિક થાય છે.
નિયમ એવા છે કે મનની ધ્યેયગત વિષયમાં જેટલી અધિક સ્થિરતા હોય છે તેટલા આનંદ પણ અધિક હોય છે.
આ રીતે વારવાર ધ્યાન કરવાથી નિશલખન ધ્યાન પ્રાપ્ત થાય છે. અને ત્યારપછી તે સમરસ ભાવની (પરમાત્માની સાથે એકાકારતાની ) પ્રાપ્તિ થાય છે.
Page #547
--------------------------------------------------------------------------
________________
૫
યાન કરવાની રીત.
માહ્યાત્મભાવના ત્યાગ કરી, પ્રસન્નતાયુક્ત, અંતરાત્મા વડે પરમાત્મામાં તન્મય થવા માટે સાધકે નિ'તર પરમાત્મ ભાવનું ચિંતન કરવું.
અહિરાત્મા, અતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
અહિરાત્મભાવ.
‘શરીર, ધન, કુટુ’બ, પરિવાર આદિ હું છું’ એ રીતે શરીરાદિને આત્મબુદ્ધિથી ગ્રહણ કરવાં તે બાહ્યાત્મભાવ છે.
અ'તરાત્મભાવ.
આ ખાદ્યાત્મભાવના ત્યાગ કરી હુ· ચૈતન્ય લક્ષણવાળા આત્મા છું, શરીરાદિના અધિષ્ઠાતા છું. એ રીતે આત્માને શરીરાદિ જડ પદાર્થોથી જુદા માનવે તે અ'તરાત્મભાવ છે.
પરમાત્મભાવ.
પરમાત્મભાવ એ જ્ઞાનગરૂપ છે, માનદમય છે, સમગ્ર ઉપાધિથી રહિત છે, પવિત્રતમ છે, ઇન્દ્રિયાને અગા ચર છે અને અનંત અન'ત ગુણેાનું તે ભાજન છે.
આત્માને શરીરાદિથી જુદો જાણવા અને શરીર્દિને આત્માથી જુદાં જાણવાં. એ પ્રમાણે આત્મા અને શરીરાદિના ભેદ જાણનાર સાધક ધ્યાનમાં સ્ખલના પામતા નથી. આ રીતે તનિશ્ચય કરી સાધકે પ્રથમ મન, વચન,
Page #548
--------------------------------------------------------------------------
________________
૫૦૯
કાયાની ચપળતાના પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા. પછી રસથી ભરેલા વાસણની માફક પોતાના આત્માને પ્રશાંત અને નિશ્ચલપણે ધારણ કરવા.
પ્રશસ્ત સ્થાનમાં સુખાસને બેસવુ
દૃષ્ટિને નાફ્રિકાના અગ્ર ભાગ ઉપર એટલે કે એ ભવાંની વચ્ચે ભૃકુટિ મધ્યમાં સ્થાપન કરવી. પગના અંગુઠાથી માંડી મસ્તકના અગ્ર ભાગ સુધીના શરીરનાં બધાં અવયા શિથિલઢીલા-પ્રયત્ન વિનાના કરવાં. અર્થાત્ શરીરમાં કયાંય તનાવ -ખેચાલુ ન રહેવુ જોઇએ. મનને પ્રસન્નતાયુક્ત કરી તેને ઇન્દ્રિયાના વિષયમાંથી રાગ-દ્વેષ રહિત બનાવવું, તદ્ન તટસ્થ, જ્ઞાતા-દેશા ભાવવાળા મની સર્વત્ર સમતાભાવને
"
ધારણ કરી લો, ’ સોડ ’— જે પરમાત્મા છે, તે જ હું છુ પરમાત્મા છે, તે જ હું છું એ રીતે પરમાત્માની સાથે એકતાર બની પરમાત્મામાં મનને વિલીન કરવું. આ જાતિના વારવારના અભ્યાસથી સાધક પરમાત્માની સાથે તન્મયપણું પ્રાપ્ત કરે છે.
"
પરમાત્માની સાથે આત્માનું આવું તન્મયપણું પ્રાપ્ત કરવું એ જ ચાગના અંતિમ આદેશ છે. તે દ્વારા આત્મા આનંદની પરમ સીમા સુધી પહોંચી શકે છે અને તેથી જ પરમાત્મપણું પ્રાપ્ત કરવા માટે ધ્યાનને અન્ય સાધન કહેવામાં આવ્યું છે.
* સ્થાન, આસન તથા દિશા આદિના જે જે નિયમા સાધનામાં” આપવામાં આવ્યું છે તે બધાં અહી... પણ જરૂરના છે.
જપ
Page #549
--------------------------------------------------------------------------
________________
ધ્યાનને પ્રભાવ.
(“ધ્યાન શતક” અને “અધ્યાત્મસાર”ના આધારે)
શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યના પ્રણેતા પરમોપકારી સૂરિપુરંદર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ “ધ્યાનશતક નામના ગ્રંથરત્નમાં ધ્યાનનો પ્રભાવ વર્ણવતાં ફરમાવે છે કે,
જલથી જેમ મલ, અગ્નિથી જેમ કલંક અને સૂર્યથી જેમ પંક શેષાય છે –શુદ્ધ થાય છે, તેમ ધ્યાનરૂપી જલથી કમરૂપી મલ, ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી કલંક અને ધ્યાનરૂપી સૂર્યથી કમરૂપી પંક શેષાય છે, શુદ્ધ થાય છે. વળી ભોજન નહિ કરવાથી અથવા વિરેચન લેવાથી રોગના કારણેની ચિકિત્સા થાય છે અને રોગાશય શમે છે, તેમ ધ્યાનવૃદ્ધિના હેતુભૂત અનશનાદિ બાહા અને પ્રાયશ્ચિતાદિ અત્યંતર તપ વડે કર્મ. રેગની ચિકિત્સા થાય છે અને કમશ શમે છે. વલી ચિરસંચિત ઈંધન જેમ પવન સહિત અનિવડે શિઘ ભસ્મીભૂત થાય છે, તેમ તારૂપી પવન સહિત ધ્યાનરૂપી અનિવડે અનેક ભામાં ઉપાજેલાં અનંત કર્મ રૂપી ઈ-ધને ભસ્મીભૂત થાય છે. અહીં કર્મ એજ દુઃખરૂપી તાપના
Page #550
--------------------------------------------------------------------------
________________
*
ધર્મ
2.
હેતુભૂત હૈાવાથી ઈન્જનની ઉપમાને ચેગ્ય છે, વળી પવનથી હણાયેલા ઘણા મેઘે પણ જેમ વિલયને પામે છે, તેમ ધ્યાનરૂપી પવનથી આહત થયેલાં ઘન-ઘણા ચીકણાં ક્રમ રૂપી મેઘા પણ ક્ષણવારમાં વિલયને પામે છે, અહીં જીવ સ્વભાવને આવરણ કરનાર હાવાથી ક્રમને ઘનની-વાદળાંની ઉપમા ખરાખર લાગુ પડે છે, વળી ધ્યાનયુક્ત ચિત્ત ઇર્ષ્યા, વિષાદ, શાક, દૈન્ય, વિકલતા વિગેરે માનસતાપથી બાધિત થતું નથી. ધ્યાનના પ્રભાવે હ, મત્સર, ક્રોધ, લાભ, કામ, કષાય વિગેરે માનસિક વિકારા પીડાકારક થતા નથી, તથા ધ્યાનથી અતિનિશ્ર્ચલ બનેલા ચિત્તને વિષે ટાઢ, તાપ, ભૂખ, તૃષા વિગેરે શારીરિક પીડાએ પણ ખાધાકારક થતી નથી. એ કારણે સવ ગુણૢાનું સ્થાન સવ દશ્ય-અદૃશ્ય સુખાનું કારણુ અને સર્વ આપત્તિએનુ નિવારણ કરનાર સુપ્રશસ્તધ્યાન નિર'તર શ્રધ્યેય-શ્રદ્ધા કરવા લાયક, જ્ઞેય જ્ઞાન કરવા લાયક અને ધ્યેય-ધ્યાન કરવા લાયક છે. યાનના સ્વરૂપનુ જ્ઞાન, ધ્યાનના ની શ્રદ્ધા અને ધ્યાનની ક્રિયાન્રુ આચરણુ અનત ક્રમ નિજ રા કરાવનાર હેાવાથી સદા-સદા કરવા લાયક છે.
શકા:-આથી ધ્યાનને છેાડીને બીજી બધી ક્રિયાઓના āાપ નહિ થાય ?
સમાધાનઃ-ના. કારણ કે શ્રી જિનશાસનમાં ધમની એવી કોઇ ક્રિયા નથી કે જેનાથી ધ્યાન ન થતું હોય. વસ્તુતઃ જેમાં ત્રણે ગેાની એકાગ્રતા થાય છે, એવી
Page #551
--------------------------------------------------------------------------
________________
પાર
શાસ્ત્રોક્ત ક્રિયાઓનું આસેવન એજ તરવથી ધ્યાન છે. મોક્ષને પ્રધાન હેતુ સંવર ( આવતા કર્મનું રોકાણ) અને નિજેરા (પૂર્વનાં કર્મોને ક્ષય) છે. સંવર અને નિજેશને હેતુ ધ્યાન છે અને એ ધ્યાનની સાધક પ્રશસ્ત ક્રિયાઓ અને ધ્યેય-ધ્યાન કરવા લાયક અને સાક્ષાત્ એથી ઉપજતું સુપ્રશસ્ત ધ્યાન એજ મોક્ષનું કારણ– સાધન છે. અને મેક્ષ ન મળે ત્યાં સુધી એ સાધનનું સેવન છોડવા લાયક નથી. - એ રીતે જીવરૂપી વસ્ત્ર ઉપર ચઢેલ કર્મરૂપી મેલને દેવાનું સાધન દયાનરૂપી જલ છે. જીવરૂપી સેનામાં રહેલ કર્મરૂપી કલંકને બાળવાનું સાધન દયાનરૂપી અનલ છે, તથા જીવરૂપી કાદવવાળી ભૂમિમાં રહેલ કર્મરૂપી કીચડને સુકવવાનું સાધન દયાનરૂપી સૂર્ય છે, તથા ચિરસંચિત કર્મોધનને દગ્ધ કરનાર અગ્નિ અને શુભાશુભ કમરૂપી વાદળાની ઘટાઓને વિખેરી નાંખનાર પવન પણ તે દયાન જ છે. શીતોષ્ણાદિ શારીરિક દુઓ અને ઇર્ષ્યા-વિષાદાદિ માનસિક પીડાઓનું નિવારણ કરવા માટેનું ઔષધ તથા કમ રોગને હઠાવવા માટેનું વિરેચન પણ તેજ છે.
વળી પુણ્યાનુબંધી પુણ્યના ફલસ્વરૂપ દેવગતિ સંબંધી વિપુલ સુખો, સુકુલમાં જન્મ, બધિલાભ, ધર્મસામગ્રી, પ્રત્રજ્યા, ઉત્તમ ગુરુ, ઉત્તમ ગચ્છ, શુદ્ધ સંયમ, કેવલજ્ઞાન, શિલેશીકરણ અને અને અપવર્ગ વગેરે ઉત્તરોત્તર શુભાનુબન્ધી સુખની પ્રાપ્તિ થાનના પ્રભાવે થાય છે.
Page #552
--------------------------------------------------------------------------
________________
પાર્ટ
ગ્રન્થકાર મહર્ષિ અન્તમાં જણાવે છે કે, ત્રણ ભુવનને વિષય કરનાર મનને એક અણુને વિષે સ્થિર કરીયાનચૈાગી અંતે મન રહિત થાય છે. જેમ સ શરીરને વિષે વ્યાપી રહેલું વિષ મ`ત્ર વડે દુશ' દેશની અંદર લાવી પ્રધાનતર મંત્ર અને ઔષધવડે દૂર કરાય છે. તેમ મનરૂપી વિષને જિનવચન ધ્યાનના ગ્રામથ્યથી પરમાણુ દેશની અંદર લાવી, ચેાગી અચિન્ત્ય પ્રયત્નથી દૂર કરે છે, અથવા ઈન્જન સમુદાયને ક્રમશઃ દૂર કરવાથી, સ્તાક ઇન્જનથી અવશેષ રહેલા અગ્નિ જેમ આપોઆપ બુઝાઇ જાય છે, તેમ વિષય-ઈન્જનથી મન-હુતાશનને ક્રમશઃ દૂર કરી અંતે સર્વથા નાબુદ કરાય છે. અથવા જેમ તપાવેલ લેાઢાના ભાજન ઉપર રહેલું પાણીનું બિન્દુ અનુક્રમે વિલીન થાય છે, તેમ અપ્રમાદરૂપી અગ્નિથી તપ્ત થયેલા જીત્રરૂપી ભાજન ઉપર રહેલુ' મનરૂપી જલ પશુ શાષાઇ જાય છે. અહીં ભવ મરણુ ( વારવાર મરણુ )ના કારણભૂત હોવાથી મનને વિષની ઉપમા આપેલી છે, તથા દુઃખરૂપી દાહના કારણભૂત હાવાથી તેજ મનને ફરીથી અગ્નિની ઉપમા આપેલી છે.
ધ્યાન માટે દેશ કાળ અને અધિકારી
પરમાપકારી પૂ. ઉપાધ્યાય શ્રી યાવિજયજી મહારાજ અધ્યાત્મસાર નામના ગ્રન્થરત્નના ધ્યાનાધિકારમાં ફરમાવે છે કે
Page #553
--------------------------------------------------------------------------
________________
स्त्रीपशुक्लीबदुःशीलवर्जितस्थानमागमे । सदा यतीनामाज्ञप्तं, ध्यानकाले विशेषतः ॥१॥
સ્ત્રી, પશુ, નપુંસક અને દુરાચારીઓથી વજિત એવા સ્થાનમાં વસવા માટે સદા મુનિઓને આગમમાં ફરમાવ્યું છે. અને ધ્યાનકાલે તે વિશેષ કરીને તેમ કરવા ફરમાવ્યું છે. ૧
स्थिरयोगस्य तु ग्रामेऽविशेषः कानने वने । तेन यत्र समाधानं, स देशो ध्यायतो मतः ॥२॥
સ્થિર રોગીને તે ગામ, જંગલ કે વનમાં કાંઈ તફાવત નથી, તે કારણે જે સ્થાનમાં ચિત્તનું સમાધાન રહે, તે સ્થાન ધ્યાન કરનારને માટે યોગ્ય માનેલું છે. ૨
ધ્યાન એગ્ય કાળનું વર્ણન કરતાં ફરમાવે છે કે– यत्र योगसमाधानं, कालोऽपीष्टः स एव हि । दिनरात्रिक्षणादीनां, ध्यानिनो नियमस्तु न ॥३॥
જે કાળે મન, વચન, કાયાના પ્રશ્નોનું સમાધાન હોય, તે કાળ થાન કરવા માટે ચગ્ય છે, એ માટે દિવસ, શત કે અમુક ક્ષણોને નિયમ ધ્યાન કરનારને નથી. ૩
यैवाऽवस्था जिता जातु न स्याद् ध्यानोपघातिनी।। तथा ध्यायेन्निषण्णो वा स्थितो वा शयीतोऽथवा ॥४॥
જે કઈ અવસ્થા ધ્યાનને ઉપઘાત કરનારી ન હોય, તે અવસ્થાવડે બેઠેલે, ઉભેલે કે સુતેલે ધ્યાન કરે. ૪
Page #554
--------------------------------------------------------------------------
________________
પાપ
सर्वासु मुनयो देशकालावस्थासु केवलम् । प्राप्तास्तन्नियमों नासां नियता योगसुस्थता ||५||
સદેશ, સર્વ કાળ અને સર્વ અવસ્થાઓમાં મુનિએ કેવળજ્ઞાનને પામ્યા છે, તેથી તેને વિષે નિયમ નથી (માત્ર) મન, વચન, કાયાના યાગની સ્વસ્થતા એ નિયત છે. પ
ધર્મ ધ્યાનના અધિકારીનું વણ્ન કરતાં તે જ ગ્રન્થरत्नभां इरभाव्यु छे े,
9
मनसश्चेन्द्रियाणां च जयाद्यो निर्विकारधीः । धर्मध्यानस्य स ध्याता, शान्तों दान्तः प्रकीर्तितः ॥६॥
મન અને ઇન્દ્રિયા ઉપર વિજય પ્રાપ્ત કરવાથી જેની બુદ્ધિ નિર્વિકાર થયેલી છે, એવા શાન્ત અને દાન્ત શુક્ષુવાળા ધ્યાતા ધર્મધ્યાનના અધિકારી છે. ૬
परैरपि यदिष्टं च, स्थितप्रज्ञस्य लक्षणम् । घटते ह्यत्र तत्सर्वं तथा चेदं व्यवस्थितम् ||७||
બીજાઓએ પણ સ્થિતપ્રજ્ઞનુ જે લક્ષણ સ્વીકારેલુ' છે, તે બધુ' અહી ઘટે છે અને તે આ પ્રમાણે છે. ૭
1
प्रजहाति यदा कामान् सर्वान् पार्थ! मनोगतान् । आत्मन्येवाऽऽत्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥ १॥
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः, स्थितधीर्मुनिरुच्यते ॥२॥
Page #555
--------------------------------------------------------------------------
________________
પા
यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशयम् । नाभिनन्दति न द्वेष्टि, तस्य प्रज्ञा प्रतिष्ठिता ||३||
यदा संहरते चाऽयं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ||४||
હે પાર્થ! મનેાગત સર્વ કામનાએના જ્યારે ત્યાગ કરે છે અને આત્મા વડે આત્માને વિષે જ તુષ્ટ થાય છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુ:ખાને વિષે ઉદ્વેગ રહિત, સુખાને વિષે સ્પૃહા રહિત તથા રાગ, ભય અને દ્વેષ રહિત થયેલા મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જે સત્ર મમત્ત્વ રહિત છે અને તે તે શુભાશુભ પામીને હ-શેાક ધારણ કરતા નથી, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે. કાચબેા જેમ પેાતાના અ ંગેને સર્વ બાજુથી સ'કાચી લે છે, તેમ ઇન્દ્રિયોના વિષયથી ઇન્દ્રિયાને સ કાચી લે છે, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત-સ્થિર થયેલી છે. ૧-૨-૩-૪.
शान्तो दान्तो भवेदी, आत्मारामतया स्थितः । सिद्धस्य हि स्वभावो यः सैव साधकयोग्यता ॥ ५ ॥
',
આ રીતે શાન્ત, દાન્ત ચેાગી ધ્યાનના અધિકારી છે. સાધકની ચાગ્યતા છે. ૫
5
અને આત્મારામપણે રહેલ સિદ્ધના જે સ્વભાવ, તે જ
Page #556
--------------------------------------------------------------------------
________________
મેક્ષપ્રાપ્તિને સાચો ઉપાય
(જ્ઞાન-ક્રિયાલ્યાં મોક્ષ) આત્માની શુદ્ધ અવસ્થા તે મોક્ષ છે. અને અશુદ્ધ અવસ્થા એ સંસાર છે. અશુદ્ધ અવસ્થામાં રહેલે જીવ શુદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે, અર્થાત્ તેને ઉપાય શું ? એ બતાવવા માટે શાસ્ત્રકારોએ “જ્ઞાન-વિગ્યાં મોક્ષ: ” એ સૂત્રની રચના કરી છે. જીવનો મોક્ષ એકલા જ્ઞાનથી કે એકલી કિયાથી નથી, પણ એ બેના સંગથી જ છે. એ વાતને આ સૂત્ર સંક્ષે પથી જણાવે છે. બીજા શબ્દોમાં કહેવું હોય તે એમ કહી શકાય કે ક્રિયા નિરપેક્ષ જ્ઞાન, એ જ્ઞાન જ નથી. સાચું જ્ઞાન, ક્રિયા સહિત જ હેય છે અને સાચી ક્રિયા, જ્ઞાનપૂર્વક જ થાય છે, એ રીતે કિયા અને જ્ઞાન, જલ અને તેના રસની જેમ પરસ્પર મળેલાં જ હોય છે. જલ અને તેને રસ એ જેમ જુદા પાડી શકાતા નથી, તેમ સમ્યજ્ઞાન અને સમ્યફ ક્રિયા પણ એક બીજાથી જુદી પાડી શકાતી નથી. દારિદ્રયથી હણાયેલો પુરુષ જે ચિંતામણિના સ્વરૂપને જાણનારો હોય, તે તેની પ્રાપ્તિના ઉપાયને છેડીને બીજી પ્રવૃત્તિ કરી શકે નહિ અને જે કરે તે તે ચિંતામણિના સ્વરૂપને જાણનાર છે એમ કહી શકાય નહિ. તેમ અશુદ્ધ અવસ્થામાં રહેલે જીવ
Page #557
--------------------------------------------------------------------------
________________
પાટ
અશુદ્ધ અવસ્થાનાં દુ:ખને અને શુદ્ધ અવસ્થાનાં સુખને ખરેખર જાણતા હોય, તેા અશુદ્ધ અવસ્થા ટાળીને શુદ્ધ અવસ્થા મેળવવાનાં ઉપાયમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહી શકે જ નહિ, એ ઉપાયનું નામ જ ક્રિયા છે, તથા શુદ્ધ અને અશુદ્ધ અવસ્થાના સ્વરૂપનું સાચુ` ભાન તેનું નામ જ જ્ઞાન છે.
।
આત્માની શક્તિએના એક સરખા વિકાસ સાધ્યા વગર કાઇપણ ફળ પ્રાપ્ત કરી શકાય નહિ. એની શક્તિ મુખ્ય બે છે. એક ચેતના અને ખીજું વીય. એ બન્ને શક્તિએ પરસ્પર એવી સ'કળાયેલી છે કે એકના વિના ખીજાના વિકાસ અધુરા જ રહી જાય છે, જેથી મને શક્તિ સાથે જ આવશ્યક છે. ચેતનાના વિકાસ એટલે જ્ઞાન મેળવવુ અને વીયના વિકાસ એટલે જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. તાત્પર્ય એ છે કે જ્ઞાન એ ચેતનાની વિશુદ્ધિ રૂપ છે અને ક્રિયા એ વીયની વિશુદ્ધિ રૂપ છે. જ્યારે ચેતના અને વીય. એ બન્નેની સપૂર્ણ વિશુદ્ધિ થાય છે, ત્યારે જ સર્વાંસવરૂપ માક્ષ થાય છે. એ રીતે જ્ઞાન અને ક્રિયા એ બન્નેના સુમેળથી મેક્ષ થાય છે. તે બન્નેમાંથી એકના પણ નિષેધ કરનાર માક્ષના સાધક થઈ શકતા નથી. જ્ઞાન અને ક્રિયા એ મને જીવનના છેડાઓ છે, તે છુટા છુટા હાય ત્યાં સુધી કાર્યસાધક ન અને પણ એ અને છેડાએ સાથે ગેાઠવાય તા જ ફળસાધક મને
શાસ્ત્રમાં એ માટે અધપગુત્તુ એક પ્રસિદ્ધ દૃષ્ટાંત છે,
Page #558
--------------------------------------------------------------------------
________________
એક ગામમાં આગ લાગવાથી ગામના બીજા બધા માણસો તે પિતાને જીવ બચાવવા માટે ભાગી ગયા પણ એક આંધળે હતું, તે આખે નહિ દેખવાથી અને એક પાંગળે હતું, તે દેખાવા છતાં પણ પગ નહિ હોવાથી તે બને આગનું સ્થાન છેડી શક્યા નહિ અને આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા. જે તેઓ પરસ્પર મલી ગયા હતા અને અધિળાએ પાંગળાની આંખની અને પાંગળાએ આંધળાના પગની મદદ લીધી હતી તે બન્ને બચી શક્યા હોત. આ દષ્ટાન્તને ઉપનય એ છે કે ક્રિયા વગરનું જ્ઞાન પાંગળું છે અને જ્ઞાન વિનાની ક્રિયા આંધળી છે. એ બેને પરસ્પર સંગ ન થાય અથત બને પરસ્પર સાપેક્ષ ન બને તે બનેને નાશ થાય. અર્થાત્ એકલા ક્રિયાવાન કે એકલા જ્ઞાનવાનને આ સંસારરૂપી આગમાં નાશ થયા વિના રહે નહિ.
વસ્તુસ્થિતિ આમ હોવા છતાં એકલા જ્ઞાનને કે એકલી ક્રિયાનો પક્ષપાત જીવને શાથી થાય છે? તેના પણ કારણે છે અને તે એ છે કે શાસ્ત્રોમાં જ્ઞાનને મહિમા ગાતી વખતે ક્રિયાની તુચ્છતા બતાવી હોય છે અને ક્રિયાને મહિમા ગાતી વખતે જ્ઞાનની નિ સારતા વણવી હોય છે. અશુદ્ધ જીવમાં અનાદિની આ શુદ્ધતાના કારણે બે દોષે ઘર કરી ગયા હોય છે, એક તે શુભ કિયામાં આળસ અને અશુભ ક્રિયામાં ઉત્સાહ તથા બી જે દેષ આત્મસ્વરૂપ અજ્ઞાન અને પરસ્વરૂપમાં આત્મસ્વરૂપને ભ્રમ. આ બે દે
Page #559
--------------------------------------------------------------------------
________________
५५०
જીવમાં એવા જડ ઘાલીને બેઠા હોય છે કે, તે જ્યારે જ્ઞાનને મહિમા સાંભળે છે, ત્યારે ક્રિયામાં આળસુ બની જાય છે અને જ્યારે કિયાને મહિમા સાંભળે છે ત્યારે જ્ઞાન પ્રત્યે ઉપેક્ષાભાવવાળો બની જાય છે. જીવનની આવી અશુદ્ધ દશામાં જ્યારે તેને જેવા ઉપદેશને સાગ મળે છે, ત્યારે તે તેવા દુષવાળ બની જાય છે. એવી દશામાં તેની શુદ્ધિ થવી તે દૂર રહી જાય છે, કિન્તુ અનાદિકાળથી લાગેલા એક યા બીજા દોષની અધિક ને અધિક પુષ્ટિ થવાથી વધારે ને વધારે અશુદ્ધ થતું જાય છે. જ્યારે તેને શુદ્ધ ઉપદેશક ગુરુ મળે અને બેમાંથી એક પણ દોષ પુષ્ટ ન થઈ જાય તેવી સાવધાનીપૂર્વક ઉપદેશ આપે, ત્યારે તે જે સચેતન હોય તે જ્ઞાન અને ક્રિયા ઉભયની સાધના કરનારે થાય અને અશુદ્ધિને નાશ કરી શુદ્ધ દશાને પામી શકે.
જ્ઞાન અને કિયા એ બેના સુમેળથી જ મુક્તિ થાય છે એ વાત સમજવા માટે નીચેના સિદ્ધાંતસારગતિ વાકયે પણ આમાથીં જવને ખૂબ ઉપયોગી હોવાથી અહીં રજુ કરીએ છીએ.
જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વ મુમુક્ષુઓ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયના આશ્રય વડે પામ્યા છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ હેતી નથી.
વ્યવહાર રત્નત્રયીથી નિશ્ચય રત્નત્રયી પ્રગટ થાય છે. આ રત્નત્રયી (જ્ઞાન-દર્શન-ચારિત્ર) વિના કોઈને કોઈપણ
Page #560
--------------------------------------------------------------------------
________________
પા
કાળે પેાતાના પરમ શુદ્ધ ચિરૂપની પ્રાપ્તિ થતી નથી, એવા જ્ઞાનિએના દૃઢ નિશ્ચય છે.
છે
સયમઆચરણરૂપ ચારિત્ર એ વ્યવહારરૂપ છે અને સ્વરૂપઆચરણરૂપ ચારિત્રએ નિશ્ચયરૂપ છે. સૂયમઆચરણ ચારિત્ર વિના કેવળ સ્વરૂપાચરણ ચાત્રિની પ્રાપ્તિ થતી નથી. સ્વરૂપાચણુ ચારિત્ર કેવળ અપ્રમત્તાદિ ગુણ ઠાણેજ હાય છે.
સ નયના આશ્રય કરનારા મહાત્માએ એકાંત નિશ્ચયમાં ખે'ચાતા નથી, વ્યવહારને તજી દેતા નથી. જ્ઞાનને સર્વોત્કૃષ્ટ માનીને સ્વીકારે છે પણ ક્રિયાના અનાદર કરતા નથી, ઉત્સ ગને આદરે છે પણ અપવાદ ભૂલી જતા નથી. ભાવમાં તત્પર રહે છે પણ દ્રવ્યનુ' નિમિત્તપણુ' યાદ રાખે છે, એવી રીતે સાપેક્ષપણે અહર્નિશ વર્તન કરે છે.
નિશ્ચયમાં જ લીન થયેલા મહાત્માઆને જે ક્રિયાઓ અતિ પ્રયજનવાઢી નથી, તેજ ક્રિયા વ્યવહારમાં રહેલાને અતિ ગુણકારી છે. પાંચમા અને છઠ્ઠા ગુણુઠાણું વ્યવહારની મુખ્યતા છે અને નિશ્ચયની ગૌત્રુતા છે, જ્યારે અપ્રમત્ત આદિ સાતમા ગુણસ્થાનકથી નિશ્ચયની મુખ્યતા છે.
વ્યવહારનયને જાણ્યા કે આર્યા વિના નિશ્ચયનય આદરવાની ઇચ્છા કરવી એ અનુપયાગી છે. શુદ્ધે વ્યવહારમાં પ્રવીણતા પ્રાપ્ત કર્યા વિના સાચા નિશ્ચયની કેંદ્ની પશુ પ્રાપ્તિ થતી નથી.
૩૪
Page #561
--------------------------------------------------------------------------
________________
પર
હંમેશાં અસદાર'ભમાં રહેલાએને વ્યવહાર ક્રિયા ખૂબજ ઉપયાગી છે. વૃત્તિઓમાં રહેતી સ્થૂલ મલિનતાને ઉત્તમ વ્યવહારવાળા દાન, દયા, તપ, જપ, વંદન, પૂજન, પ્રતિક્રમણ આદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે, જ્યારે મનમાં રહેલી સૂક્ષ્મ મલિનતાને વિવેકદૃષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે.
ક્રિયામાગ માં પ્રવેશ કરનાર મનુષ્યને પોતાના મને, વચન અને કાયાને વ્રત, તપ, જપ આદિ યમ-નિયમમાં અહર્નિશ પ્રવર્તાવવા પડે છે અને જ્ઞાનમાગ માં પ્રવેશ કરનાર મનુષ્યને ક્રિયામાગ માં દૃઢતા થયા પછી અહર્નિશ આત્માપયેગમાં તત્પર રહેવુ' પડે છે.
જે ભૂમિકામાં જે ઘટે નહિ તે જીવ કરે તે તે ભૂમિકાના સ્હેજે ત્યાગ થાય છે.
સિદ્ધાંતમાં જ્યાં નિશ્ચયધમ નુ વણ્ ન છે, ત્યાં નિશ્ચયધર્મા આદર કરવા માટે છે પણ વ્યવહારધર્મના ખ`ડન માટે નથી, તેમ વ્યવહારધનુ વર્ષોંન છે ત્યાં વ્યવહારધર્મના માદર માટે છે પણ નિશ્ચયના ખ‘ડન માટે નથી. વ્યવહાર અને નિશ્ચયની ગૌણુતા-મુખ્યતા પ્રત્યેક જીવના અધિકાર પ્રમાણે જાણવી. સાપેક્ષબુદ્ધિએ સર્વ સત્ય છે.
સમાધિયાગ ઉપર ચઢવાની ઇચ્છાવાળા સાધકને માહ્ય ક્રિયાની જરૂર રહે છે અને યાગરૂપ ગિરિશિખર ઉપર ચઢા પુરૂષ કેવળ શમથી શુદ્ધ થાય છે.
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૧૩
વ્યવહાર અને નિશ્ચય એ મને નયાને ગૌણ-મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુના યથાર્થ ખાધ થાય છે. જે વખતે વ્યવહારની મુખ્યતા હોય, તે વખતે નિશ્ચયની ગૌણતા હાય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હોય તે વખતે વ્યવહારની ગૌણતા હૈાય. આમ બન્ને નયષ્ટિમાં જ્યારે જેની જરૂરીયાત હોય ત્યારે તેના ઉપયાગ બીજી દૃષ્ટિના તિરસ્કાર ન કરતાં સમભાવની દૃષ્ટિએ કરવામાં આવે તા વસ્તુતત્ત્વના યથાર્થ અનુભવ થાય છે.
સમ્યગ્જ્ઞાનવાળા, ક્રિયાને વિષે તત્પર, ઉપશમવાળા જ્ઞાનાદિ ગુણેાવડે ભાવિતાત્મા, અને જે જિતેન્દ્રિય છે તેઓ પાતે સસારસમુદ્રથી તરેલા છે અને તે બીજાને પણ તારવાને સમર્થ બને છે.
ક્રિયા રહિત એકલું જ્ઞાન અનથક-માક્ષરૂપ ફળ સાધ વાને અસમર્થ છે. માગના જાણનાર પણ ગમનક્રિયા કર્યા સિવાય ઈચ્છિત નગરે પોંચી શકતા નથી.
જેમ દીવા પાતે સ્વપ્રકાશરૂપ છે, તા પણ તેલ પૂરવા વિગેરે ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂજ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્ય ને અનુકૂલ ક્રિયાની અપેક્ષા રાખે છે.
મા ક્રિયા તા ખાા ભાવ છે, ' એ રીતે માહ્ય ક્રિયાના ભાવને આગળ કરીને જેએ વ્યવહારથી ક્રિયાના નિષેધ કરે છે, તેએ મુખમાં કાળી નાખ્યા સિવાય તૃપ્તિને ઇચ્છે છે.
Page #563
--------------------------------------------------------------------------
________________
પરક
અધિક ગુણવતાનું મહુમાન, પાપની જીગુપ્સા, અતિચારની આલેાચના, વ્રતમાં લાગેલા દોષની ગીં, દેવ-ગુરુની ભક્તિ અને ઉત્તરગુણુની શ્રદ્ધા તથા લીધેલા નિયમાને હંમેશાં સ`ભારવા, "" આ બધા કારણેા વડે શુભ ક્રિયા અત્યંત ગુણુ કરનારી છે, તેનાથી ઉત્પન્ન થયેલા ભાવના નાશ થતા નથી અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને પણ શુભ ક્રિયા ઉત્પન્ન કરે છે.
ક્ષાયેાપમિક ભાવે વતતાં તપ, સયમ અનુકૂલ જે ક્રિયા કરાય છે, તે ક્રિયાવડે શુભ ભાવથી પડી ગયેાને પણ તે ભાવની ફીથી વૃદ્ધિ થાય છે. તે હેતુથી ગુણની વૃદ્ધિ કરવા માટે અથવા ગુણુથી પડી ન જવાય તે માટે ક્રિયા કરવી જરૂરી છે. એક સયમસ્થાન તે માત્ર કેવલજ્ઞાનીને જ સ્થિર રહે છે.
'
ભવ્ય જીવ વચનાનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિરૂપ અસગ ક્રિયાની ચાગ્યતાને પ્રાપ્ત થાય છે અને તે અસ્રોંગ ક્રિયા આ જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિકા છે. કારણ કે અસ`ગ ભાવરૂપ ક્રિયા શુભ ઉપયાગ અને શુદ્ધ વી1ાસની સાથે તન્મયતા ધારણ કરે છે. વળી તે સ્વાભાવિક આનરૂપ અમૃતરસથી ભીજાયેલી છે.
પેાતાના શુદ્ધ આત્માને મૂકીને કોઇ સ્થળે, કોઈ કાળે કે કોઈપણ પ્રકારે શુદ્ધ નિશ્ચયનય બીજાના સ્પર્શ કરતા નથી; છતાં વ્યવહારનું આલઅન લઈ નિશ્ચયમાં પહેાંચે છે. આમ વ્યવહારના આલેખનને લઇ નિશ્ચય વર્તતા હોવાથી
Page #564
--------------------------------------------------------------------------
________________
જ તે શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરે છે, માટે વ્યવહાર, એ નિશ્ચયને માટે પરમ ઉપકારી છે.
જૈનશાસનરૂપી રથને નિશ્ચય નય અને વ્યવહાર નય એમ બે ચક્રે છે. જેઓ એ બે ચક્રમાંથી એક પણ ચક્રને ઈન્કાર કરનારા અગર એકમાં જ રાચનારા પણ ઉભયને યથાસ્થિત સ્વીકાર અને અમલ નહિ કરનારાઓ રથને ભાંગી નાંખવાનું કામ કરનારા છે.
બે પાંખ વિના જેમ પક્ષી ઉડી શકતું નથી અને બે હાથ વિના જેમ તાલી પાડી શકાતી નથી અને બે નેત્રો વિના જેમ વસ્તુનું અવલોકન બરાબર થતું નથી, તેમ છે નય વિના દ્રવ્યોનું અવલોકન યથાર્થ થતું નથી. કેટલાક જીવો વ્યવહારનય વિના કેવળ નિશ્ચયનયથી નાશ પામ્યા છે. જ્યારે કેટલાક જી નિશ્ચયનય વિના એકલા વ્યવહાર નથી પણ સર્વ કર્મથી રહિત બની શકયા નથી, એમ તીર્થંકરદેવોએ કહ્યું છે. વ્યવહાર અને નિશ્ચય અને સાથે મળીને જ કાર્ય સાધક બને છે, એ તાત્પર્ય છે.
કેવળજ્ઞાની ભગવંતે પણ સર્વ સંવરરૂપ ક્રિયાને પામ્યા વગર પરમપદ સ્વરૂપ મોક્ષને પામી શકતા નથી, તે પછી બીજાની તે શી વાત ? મતલબ કે સમ્યગ જ્ઞાન અને સમ્યક ક્રિયા એમ ઉભયથી મોક્ષ છે, પણ બેઉમાંથી એકના અભાવમાં મોક્ષ નથી.
જેની દષ્ટિ કરૂણાની વૃષ્ટિ જેવી છે, અને જેની વાણી
Page #565
--------------------------------------------------------------------------
________________
પર૬
ઉપશમરૂપ અમૃતના છંટકાવ કરનારી છે, એવા શુભ જ્ઞાન અને ક્રિયામાં મગ્ન થયેલા મહાત્માને નમસ્કાર હો !
અહી માક્ષમાગ માં જ્ઞાનથી આત્મસ્વરૂપનું જ્ઞાન લેવાનું છે. અને ક્રિયાથી હિંસાદિ અશુભ ક્રિયાએાથી નિવારણ કરનારી ક્રિયા સમજવાની છે. માક્ષમાગ માં આત્મજ્ઞાનશૂન્ય જ્ઞાન, સમગ્ર જગતનુ થાય તેા પણ તેની કાંઈ જ કિ’મત નથી, તેમ જ્ઞાન, અધ્યાત્મ આદિના નામે અહિંસાદિ શુભ ભાવાને ઉત્તેજન આપનારી શુભ ક્રિયાઓને નિષેધ જેમાં ન હાય તે જ સાચા માક્ષમાગ છે.
શુભ ક્રિયાપૂર્વકનું શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનપૂર્વકની શુભ ક્રિયા માક્ષમાગ છે. આત્માર્થી જીવાએ તે બંનેનું' યથાય સ્વરૂપ સમજીને તે બંનેમાંથી એકની પણ ઉપેક્ષા કર્યા વિના યથાશક્રય આરાધક જીવન ગાળવા પ્રયાસ કરવા
જોઇએ.
Page #566
--------------------------------------------------------------------------
________________
ધર્મની વ્યાખ્યા · यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः ।' જેનાથી અત્યુદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય, તે ધર્મ. ધર્મની આ વ્યાખ્યા સર્વ આસ્તિક દર્શનકારોને માન્ય છે. અભ્યદય એટલે પૌગલિક આબાદી. નિઃશ્રેયસ એટલે આધ્યાત્મિક શ્રેય. ધર્મથી જેમ આધ્યાતિમક શ્રેય સઘાય છે, તેમ પૌશૈલિક આબાદીનું કારણ પણ ધર્મ જ છે. પગલિક આબાદી એટલે ભૌતિક ઉન્નતિ, ભૌતિક સુખની સિદ્ધિ. સુખ બે પ્રકારનાં. એક પુદગલના સંયોગથી થનારાં અને બીજા પુદગલનાં સંગ વિના થનારાં. પુદ્દ ગલનાં સંયોગથી થનારાં સુખ એ ભૌતિક સુખ છે. કોઈ પણ પુદ્ગલનાં સંગ વિના કેવળ આત્મપદાર્થથી ઉત્પન્ન થનારું સુખ એ આધ્યાત્મિક સુખ છે. આધ્યાત્મિક સુખની સિદ્ધિ નિરાલક્ષી ધર્મથી છે, પૌગલિક સુખની સિદ્ધિ એ પુશ્યલક્ષી ધમથી છે. જેમાં શુભકમને બંધ એ ધ્યેય છે, તે પુણ્યલક્ષી છે. જેમાં પુણ્ય અને પાપ ઉભયને ક્ષય એ એય છે, તે નિજાલક્ષી ધર્મ છે.
નિજ રાલક્ષી ધર્મ મોક્ષ અપાવે છે. પુશ્યલક્ષી કામ સંસારમાં વિવિધ પ્રકારનાં સુખોનો અનુભવ કરાવે છે. એ
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૨૮
સુખા પરદ્રવ્યની ઉપાધિથી થનારાં હોવાથી આદિ અને અતવાળા છે. પરદ્રવ્યની ઉપાધિ વિના કેવળ આત્મામાંથી ઉપજનારાં આધ્યાત્મિક સુખા છે, તેની આદિ છે પણ અંત નથી.
આજનાં કાળમાં ભૌતિક સુખાને માટી પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. ભૌતિક સુખાની સિદ્ધિનુ કારણ વિજ્ઞાન મનાય છે. વિજ્ઞાનની વિવિધ શેાધેાથી ભૌતિક સુખાનાં સાધન વધ્યા છે અને વધે છે. ઉત્તમ પ્રકારનાં રૂપ, રસ, ગંધ, પ અને ઉત્તમ પ્રકારનાં શબ્દ તેમ જ તે બધાની પ્રાપ્તિ એ આજનાં મેટા ભાગના મનુષ્યાનું ધ્યેય હોય છે. એ ધ્યેયની સિદ્ધિ વિજ્ઞાનથી થતી દેખાય છે, તેથી મનુષ્ય તે તરફ ખેંચાતા જાય છે; પરતુ તેવુ કહ્યુ તેને સુખનાં ખરા માર્ગે લઈ જવાને બદલે ખેટા માગે લઇ જાય છે.
સુખના ખર્। માગ હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મચર્ય ૐ પરિગ્રહ નથી, કિન્તુ અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચ અને અપરિગ્રહ છે. સુખ એ અપીડા રૂપ છે. બીજાને પીડા આપવાથી અપીડા રૂપ સુખનાં અધિકારી બની શકાતુ નથી. હિ'સા, અસત્ય વગેરે બીજાને પીડવાનાં માર્ગ છે, તેથી પાપવરૂપ છે. તેનાથી સુખની આશા રાખવી એ નિરક છે. વિજ્ઞાનથી નિપજનારાં ઉત્તમ પ્રકારનાં રૂપ-રસાદિના ભાગ કે તેની પ્રાપ્તિ પાપ કર્યાં વિના થઈ શકતી નથી. પાપનાં માગે સુખની શેષ એ અવળા ધંધા છે. તેથી રૂપ-રસાદિની પ્રાપ્તિ માટે વિજ્ઞાનના માર્ગે આગળ વધનારાં
Page #568
--------------------------------------------------------------------------
________________
પરહ
પાપના માર્ગે જ આગળ વધે છે અને પાપના માગે આગળ વધનારાં સાચા સુખની પ્રાપ્તિ કરી શકે, એ ત્રિકાળમાં અશકય છે.
શાસ્ત્રકારાની દૃષ્ટિએ ભૌતિક સુખની સિદ્ધિના આધાર પણ ધર્મ જ છે અને તે પુણ્યરૂપી ધર્મ છે. આ પુણ્ય રૂપી ધર્મની સિદ્ધિ માટે શાસ્ત્રકારો આદ્ય ખાલશરીર'નું દૃષ્ટાન્ત આપે છે. ચુંવાન શરીરનું કારણ જેમ ખાલશરીર છે, તેમ ખાલશરીરનું કારણ પણ કાઈ હોવું જોઇએ. માલશરીરનું કારણ જે ગશરીર માનીએ, તે આદ્ય ગલ શરીરનું પણુ કાઈ મૂળ કારણ હોવું જોઇએ. તેનું જ નામ કમ શરીર છે. શાસ્ત્રકારની ભાષામાં તેને કાળુશરીર કહેવાય છે અને તે શુભાશુભ કર્મોનાં પુજરૂપ છે, શુભ પુણ્યકમ છે. અશુભ શરીરનું પ્રથમ પાપક્રમ છે. એકને ધમ કહેવાય છે અને બીજાને અધમ કહેવાય છે. એ રીતે ભૌતિક શુભ શરીર એ ભૌતિક શુભ ક્રમની ઉપજ છે. જો શરીરની નિપજ કમથી છે અને ક્રમ સિવાય અન્ય કાઈ વસ્તુથી તે નથી, તે। પછી એ શરીરને સારાં-નરસાં સાધના અને એ શરીરને સુખ-દુઃખનાં શુભાશુભ નિમિત્તની ઉત્પત્તિનું આદિમ કારણ પણ ક્રમ જ છે, બીજુ કાઈ જ નથી.
તે
શરીરનું આદ્ય કારણ
કારણ-મૂળ કારણ
જ્યારે સ્થૂલ દૃષ્ટિથી આદ્ય-કારણ-મૂળ કારણ નજરે ચઢતુ' નથી, ત્યારે સંસગ માં આવતાં અન્ય અન્ય નિમિત્તોને જ તેનાં કારણેા તરીકે વર્ણવવામાં આવે છે; પરંતુ શરીર,
Page #569
--------------------------------------------------------------------------
________________
શરીરનાં સંબંધીઓ અને શરીરનાં સુખ-દુખનાં બાહ્ય હેતુઓનાં મૂળમાં શુભ-અશુભ કર્મ છે. તેને જ શાસ્ત્રકારે ધર્મ અને અધર્મનાં નામથી સંબોધે છે. આ રીતે સારાય જગતમાં, સચરાચર જીવસૃષ્ટિમાં, વિશ્વનાં પ્રાણીમાત્રની વિવિધ અવસ્થાઓમાં આદ્ય અને પ્રથમ શુભ પ્રેરક હેતુ જે કઈ હોય, તે તે ધર્મ જ છે; અને તે ધર્મના પ્રભાવે જ સઘળી ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ છે. શાસ્ત્રકારોની દષ્ટિએ ઉત્તમ પ્રકારનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, તે બધાંની ઉત્પત્તિ, પ્રાપ્તિ અને વૃદ્ધિ આદિને મૂળ આધાર પુણ્યકર્મરૂપી ધર્મ જ છે.
વિજ્ઞાનની છે અને તેથી પ્રાપ્ત થતાં શબ્દ-રૂપદિ પુદગલોનાં પણ ભૌતિક સુખની સિદ્ધિને આદિમ આધાર પણ ધર્મ જ છે. પરંતુ તે ધર્મ સ્થૂલ દષ્ટિએ અગોચર છે. ધર્મને સાક્ષાત્ જેવા અને જાણવા માટે જ્ઞાનચક્ષુ વિરલ વ્યક્તિઓને જ પ્રાપ્ત થાય છે. ધર્મ એ સુખનાં કારણનું કારણ છે, કારણને સૂમ દષ્ટિ જોઈ શકે છે. કારણનાં કારઅને જેવા માટે સૂક્ષમતર અને સૂક્ષમતમ ચક્ષુની જરૂર પડે છે. તે બધાને સુલભ નથી. તે ચક્ષુની પ્રાપ્તિ માટે તત્વની ખરી જિજ્ઞાસા હોવી જોઈએ તત્ત્વજિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્ર એ સર્વજ્ઞ વચનરૂપ છે. ધમને પ્રત્યક્ષ કરવામાં સહાયક બીજું ચક્ષુ એ કેવળજ્ઞાનરૂપી ચક્ષુ છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુ અને શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ વડે કારણના કારણને જાણી શકાય છે, દેખી શકાય છે. શાસ્ત્રચક્ષુ કહે છે કે-વિજ્ઞાન અને તેની શોધેથી મળતાં
Page #570
--------------------------------------------------------------------------
________________
પા શદાદિ વિષયોનાં સુખે, એ પાપવૃદ્ધિનાં હેતુભૂત હેવાથી, પાપાનુબંધી પુણ્યરૂપ (જેને ભગવટે નવાં પાપ બંધાવે, તે પાપાનુબંધી પુણ્ય) ધર્મનું ફળ હોવાથી ત્યાજ્ય છે.
જે ભૌતિક સુખોની ઉત્પત્તિમાં પાપ નથી, રક્ષણમાં કલેશ નથી, વર્તમાનમાં દુઃખ નથી, ભવિષ્યમાં દુર્ગતિ નથી, અનાયાસે જે સિદ્ધ થાય છે, અનીતિપૂર્વકનાં ભાગમાં . જેનો દુર્વ્યય નથી તથા ધર્મોન્નતિ અને ધર્મવૃદ્ધિમાં જ જેને સદુપગ છે, એવાં સુખની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યરૂપી ધર્મનાં સંબંધથી છે. તે ઉત્તરોત્તર શુભ ગતિની પ્રાપ્તિમાં નિમિત્તભૂત બનીને જીવને અંતે અપવર્ગનાં અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરાવે છે. તેનું જ નામ નિઃશ્રેયસ છે. નિઃશ્રેયસનાં સુખ એ નિરુપાધિક છે અર્થાત્ પરદ્રવ્યનાં સંયોગ વિના જ થાય છે. એ સુખને આધાર કેવળ આત્મા જ છે. આત્માના સ્વરૂપમાંથી ઉત્પન્ન થતાં સુખ એ જ પરમાર્થ સુખે છે. તેની પ્રાપ્તિનો આધાર નિરલક્ષી ધર્મ છે. એ રીતે શુભાશુભ કર્મના ક્ષયથી મળતાં અવ્યાબાધ સુખ એ નિજર અથવા અનાશ્રવરૂપ ધર્મની પદાશ છે. અધર્મથી નિપજતાં દુખને દૂર કરવાને ઉપાય સર્વોક્ત ઉભય પ્રકારને શુભાશવરૂપ કે અનાશ્રવરૂપ નિજેરાલક્ષી ધર્મ છે.
Page #571
--------------------------------------------------------------------------
________________
ધર્મની ઓળખ
દુનિયામાં બે પ્રકારના પદાર્થો છે. તે કેટલાક દશ્ય છે અને કેટલાક અદશ્ય છે. દશ્ય પદાર્થો દેખવા માટે ચક્ષુ આદિ ઈન્દ્રિય સિવાય બીજાં સાધનની જરૂર પડતી નથી. અદશ્ય પદાર્થો કેવળ ઇન્દ્રિયોથી જોઈ શકાતા નથી. તેને જોવા માટે બીજા પદાર્થોની સહાય લેવી પડે છે.
જેમ કે–પર્વતની ટોચ ઉપર રહેલા અગ્નિને જાણવા માટે, નીચે રહેલા માણસને એ અગ્નિમાંથી અવિચ્છિન્ન ધારાએ નીકળેલી ધૂમલેખાની સહાય લેવી પડે છે અને એ ધૂમલેખાને જોઈને તે પુરુષ પિતાની આંખને અદશ્ય એવા અગ્નિને પણ જાણી શકે છે.
એ જ વાત છે ભૂતળના તળ નીચે છૂપાયેલા વૃક્ષના મૂળને જાણવાની કે આકાશના વાદળ નીચે છૂપાયેલા સૂર્યના ' કિરણને જાણવાની. વૃક્ષના પાન જે લીલાછમ છે કે ફૂલ અને ફળ નિયમિતપણે ઉગે છે, તે તે વૃક્ષનું મૂળ ભૂમિકા માં અવશ્ય સાજું, તાજું અને અખંડિત છે-એમ નિશ્ચિત થાય છે. અથવા વાદળની ઘનઘર છાયા વખતે હજુ રાત્રિ થઈ નથી પણ દિવસ છે-એમ સમજી શકાય છે, તે તે અન્નપટલની પાછળ સૂર્ય હજુ ગતિ કરી રહ્યો છે પણ અસ્ત
Page #572
--------------------------------------------------------------------------
________________
પામી ગયા નથી–એ વાત પણ નક્કી થાય છે. અદશ્ય મૂળ જેમ ફળથી અને અદશ્ય સૂર્ય જેમ દિન-રાત્રિના વિભાગથી જાણી શકાય છે, તેમ જીવાત્મામાં રહેલો અદેય ધર્મ પણ તેના કાર્યથી જાણી શકાય છે.
ભૂતકાલીન ધમર તેના ફલસ્વરૂપ વર્તમાનકાલીન સંપત્તિથી જાણી શકાય છે અને વર્તમાનકાલીન ધર્મ તેના કાર્ય સ્વરૂપ ઔદાર્યાદિ ગુણોથી જાણી શકાય છે.
અમુક વ્યક્તિના ભીતરમાં ધર્મ છે કે નહિ? અને છે તે તે કેવી રીતે જાણી શકાય?-એ પ્રશ્નને જાણે સ્પષ્ટ ઉત્તર ન આપતાં હોય, તેમ પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્થળે ફરમાવે છે કે
" औदार्य दाक्षिण्यं, पापजुगुप्साऽथ निर्मलो बोधः । firન ધર્મસિદ્ધિ પ્રાળ જનવિચરવું જ છે ?”
અર્થ:-ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા, નિર્મલબોધ તથા જનપ્રિય-એ ધર્મસિદ્ધિનાં પ્રધાન લિંગે છે.
જે આત્મામાં ઉદારતાદિ પાંચ લક્ષણે પ્રગટયાં છે, તે આત્માની ભીતરમાં ધર્મ રહેલો છે, કારણ કે-ધર્મસિદ્ધિના એ નિશ્ચિત લિંગે છેઃ ઉદારતાદિ ચિહ્નો એ આત્માની અંદર છૂપા રહેલા ધર્મને જ પ્રગટ કરનારા છે.
બીજા શબ્દોમાં ઔદાર્યાદિ ગુણે એ ધર્મવૃક્ષના મૂળમાંથી ઉગીને બહાર નીકળી આવેલા અંકુરાદિ અને શાખાપ્રશાખાદિ પદાર્થો છે, શાખા-પ્રશાખા અને અંકુર–પત્રાદિને
Page #573
--------------------------------------------------------------------------
________________
પ૪
બહાર આવવા માટે જેમ નિર્મળ મૂળની અપેક્ષા છે, તેમ
ઔદાર્ય–દાક્ષિણ્યાદિ ગુણોને બહાર આવવા માટે તેના વૃક્ષની કે તે વૃક્ષના અખંડિત મૂળની આવશ્યકતા છે; અને તે મૂળનું જ નામ નિર્મળ ધર્મ છે.
આત્મામાં રહેલે તે ધર્મ વર્તમાનકાળે ઉદારતાદિ ગુરૂપી અંકુરાદિ દ્વારા પ્રગટ થાય છે અને આગામી કાળે સુર-નરની સંપત્તિરૂપી પુષ્પ અને સિદ્ધિના અનંતા સુખે રૂપી ફળ રૂપે પ્રગટ થાય છે. જે આત્મામાં ઉદારતાદિ ગુણે હજુ પ્રગટયા નથી તે આત્મા બહારથી ધર્મની આરાધન કે સાધના કરતે હેય, તે પણ અંદરથી ધર્મને પામેલે જ છે-એ નિશ્ચય કરી શકાતું નથી.
ધર્મવૃક્ષનો પ્રથમ અંકુર ઔદાર્ય છે. દાન નહિ પણ ઔદાર્ય. દાન અને ઔદાર્યમાં ભેદ છે. સામાને જરૂર છે અને અપાય છે-એ દાન છે અને પિતાને-દાતાને દાન કર વાની જરૂર છે અને અપાય છે-એ ઔદાર્ય છે. જે દાન અપાય છે શક્તિ મુજબ, પણ આપવાની ભાવના છે સર્વ સ્વની, તે દાન ઔદાર્ય ગુણથી ભરપૂર છે. જે દાન શક્તિ મુજબ પણ અપાતું નથી, એટલું જ નહિ પણ આપવાની પાછળ લેનારની જરૂરીઆતને જ આગળ કરવામાં આવેલી હોય છે, તે દાન ઔદાર્યની ખામીવાળું છે. ઉદાર આત્મા દાન લેનારની જરૂરી આતને જેટલી અગત્યતા આપે છે, તેથી કઈ ગુણ અધિક અગત્યતા પિતાને આપવાની માને છે. દાન નહિ દેવાથી સામાનું કાર્ય બગડી જવાનો ભય તેને
Page #574
--------------------------------------------------------------------------
________________
૫૩૫
તેટલે લાગતું નથી, કે જેટલો ભય દાન નહિ આપવાથી પિતાનું બગડી જવાનો તેને લાગે છે. અથવા આપીને કેટલું આપ્યું. તે ગણાવવાની વૃત્તિ કરતાં કેટલું નથી આપ્યું તે ગણાવવાની વૃત્તિ તેના હૃદય માં સદા રમતી હોય છે, એ ઔદાર્યનું લક્ષણ છે. અને એ જાતિનું ઔદાર્ય એ ધર્મ– રૂપી વૃક્ષનો પ્રથમ અંકુર છે. ધર્મ આત્મામાં પરિણામ પામ્યા છે કે નહિ?-તે જાણવાનું એ પ્રથમ લક્ષણ છે?
ધર્મસિદ્ધિનું બીજું લક્ષણ દાક્ષિણ્ય છે. કોઈની પણ પ્રેરણા વિના થતું દાન, એ ઔદાર્ય ગણાય છે અને કોઈની પણ પ્રેરણા કે યાચના બાદ થનારૂં કાર્ય, એ દાક્ષિણ્ય છે.
કોઈની પણ માગણીને છતી શક્તિએ નકારતાં સંકોચ થ, એ દાક્ષિણ્ય છે. દાક્ષિણ્ય વિનાનું ઔદાર્ય એ સુવાસ વિનાના પુષ્પ જેવું છે કે સર વિનાના કૃપ જેવું છે. જેમ સુંદર પણ પુછે જે સુવાસ વિનાનું હોય તે તેને કઈ સેવતું નથી કે જળથી ભરપૂર પણ કૂપ જે સર વિનાને હેય તો અંતે સુકાઈ જાય છે, તેમ યાચનાનો ભંગ ન કરવા રૂપ દાક્ષિણ્ય સદ્દગુણ જેનામાં પ્રગટેલે નથી, તે આત્મા ઉદાર હોય તો પણ તેની ઉદારતા સદાકાળ ટકતી નથી કે અર્થી આત્માઓને તે સદાકાળ સેવ્ય બનતું નથી.
ધર્મસિદ્ધિનું ત્રીજું લક્ષણ પાપજુગુપ્સા છે. પાપ પ્રત્યે જેને જુગુપ્સા નથી, તેના ઔદાર્ય કે દક્ષિણયને દુરુપયોગ થવાને પૂરેપૂરો સંભવ છે. પાપ એ વિષતુલ્ય
Page #575
--------------------------------------------------------------------------
________________
છે અને પુણ્ય એ અમૃતતુલ્ય છે. એ રીતે પાપ-પુણ્યને ભેદ જેના અંતરમાં થયે નથી, એ આત્માનું ઔદાર્ય અને દાક્ષિણ્ય વપરના ફાયદા માટે થવાને બદલે કેટલીક વાર નુકશાનને માટે થવાને વધારે સંભવ છે. એ કારણે ધર્મી આત્માના અંતઃકરણમાં ચોથું લક્ષણ નિર્મળ બોધ પણ છે. એથી એ પાપ-પુણ્યને ભેદ સમજી શકે છે અને પાપને પરિહાર તથા પુણ્યને સ્વીકાર કરવાના કાર્યમાં સદા સાવ ધાન રહી શકે છે. એના પ્રભાવે એનું ઔદાર્ય કે દાક્ષિણ્ય પાપના માગે ઘસડાઈ જતું બચે છે.
ધર્મનું ચોથું લક્ષણ નિર્મળ બોધ છે, તેથી તેના કારણે આત્મામાં સદા પાપની જુગુપ્સા જાગતી રહે છે અને તેનાથી જ પુણ્યની પ્રશંસા પણ તેના આત્મામાં સદા કાળ રમતી હોય છે. વળી તેના જ કારણે તેના ઔદાર્ય- દાક્ષિશ્યાદિ સદ્દગુણો અને તેને સદુપયોગ પણ વધતો જ રહે છે અને પરિણામે તે આત્મા આ લેકમાં યશ-કીતિને અને પરલોકમાં સાતિને ભાગી થઈ શકે છે.
Page #576
--------------------------------------------------------------------------
________________
ધર્મને પ્રભાવ
દશ પ્રકારના ચારિત્રધર્મના પ્રભાવથી સૂર્ય-ચંદ્ર વિશ્વ ઉપર ઉપકાર કરવા દરરોજ ઉદય પામે છેઃ વરસાદ સમયસર વરસે છે, સમુદ્ર મર્યાદા છેડતે નથી, સિંહ વાઘ, વાવાઝોડા, દાવાનળ સંહાર કરતા નથી, પૃથ્વી આધાર વિના ટકી રહે છે. એ વગેરે સર્વ નિયમિતપણે વિશ્વમાં વ્યવસ્થિત રીતે ચાલુ રહ્યું છે, તે સર્વ ધર્મનો પ્રભાવ છે. શાસ્ત્રકાર મહષિઓ ધર્મભાવના નામની બારમી ભાવનામાં ધર્મને પ્રભાવ એ રીતે વર્ણવે છે.
હમતથા”—એ પદની ટીકા કરતાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મ. લલિત વિસ્તરા નામના ગ્રન્થરત્નમાં ફરમાવે છે કે
'सामायिकादिगतविशुद्धक्रियाऽभिव्यङ्ग्यसकलसत्त्वहिताशयामृतलक्षणस्वपरिणाम एव साधुधर्मः ।'
અર્થ-સામાયિકાદિની વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થત સકલ પ્રાણીઓના હિતના આશયરૂપ અમૃત લક્ષણ સ્વપરિણામ એ જ સાધુધર્મ છે.”
આને સર્વવિરતિ ચારિત્રધર્મ કહે છે. ધર્મ એટલે જ ચારિત્રધર્મ. એ સાધુધર્મને પ્રાપ્ત કરવાને પરિણામ એ ૩૫
Page #577
--------------------------------------------------------------------------
________________
re
ગૃહસ્થષમ છે. એને દેશવિરતિ ચારિત્રધમ કહે છે. કહ્યું છે કે-‘ સાધુધ મિત્ઝાષાાચક્રવામપરિનામઃ શ્રાવધર્મ। ' ‘સાધુધમ પાળવાના અભિલાષરૂપ આશય જેમાં છે, તે શ્રાવકધમ છે.' સવ જીવાના હિતના આશયરૂપ અમૃત છે લક્ષણુ જેનું, એવા આત્મપરિણામ, તે સર્વવિરતિ ચારિત્રધમ' છે. આ પરિણામને આત્મામાં સ્થિર રાખવા માટે સામાયિક આદિ વિશુદ્ધ ક્રિયાની જરૂર્ છે. પ્રાણીમાત્રના કલ્યાણની –હિતની ભાવના હિતના આશય અથવા સર્વ જીવાને દુઃખમુક્ત કરી પરિપૂર્ણ સુખ પ્રાપ્ત કરાવવાના આત્મામાં રહેલા જ ભાવ, તે ભાવની શુદ્ધિ અને પુષ્ટિ માટે શાસ્ત્રમાં દશ પ્રકારના ચારિત્રધર્મ ઉપદેશ્ય છે. આવે અમૃત પરિણામ ત્યારે જ ટકે, કે જ્યારે શુદ્ધ રીતે દશ પ્રકારના ચારિત્રધમનું પાલન હેાય. જેમ કે-જો ક્ષમાગુણ હોય, તા જ સવ પ્રાણીવિષયક કલ્યાણના ભાવ ટકી રહે અને જો ક્ષમાગુણુ ન હોય, તે અપરાધી ઉપર કાપ થાય તથા તેની સાથે જ તે શુદ્ધ ભાવ તુટી પડે. તેવી રીતે જો માવ-માનત્યાગ હાય, તે। જ ક્ષમા રહી શકે, માખણ જેવી મુલાયમ નમ્રતાયુક્ત હૃદયના જો આ પરિણામ હાય, તે જ ક્ષમા રહી શકે. તેવી જ રીતે જો આ વ-માયાત્યાગ-સરલતા હાય, તેા જ માવ-નમ્રતા ટકે અને તે ટકે તે જ ક્ષમા ટકે. સાથે જ સંતાષ હાય, તેા જ સરલતા ટકી શકે. જો સ્ર`તેાષ ન હોય, તા માયા કરવાનું મન થાય જ. તે રીતે દશેય પ્રકારના ચારિત્રધર્મ, એ સર્વ પ્રાણીવિષયક હિતચિન્તાના વિશુદ્ધ અમૃત લક્ષણ પરિણામ ટકાવવા માટે જ ચાજાયા છે. દશેય
Page #578
--------------------------------------------------------------------------
________________
પલ
પ્રકારના ધમમાં એ રીતની વ્યવસ્થા શ્રી તીથ રહેવાએ ગેાઠવેલી છે અને તે વ્યવસ્થાથી તે ભાવ સ્થિર રહે છે. સમગ્ર વિશ્વવિષયક હિતચિન્તાના એ ભાવ દશ પ્રકારનો ભ્રમના આંશિક કે પરિપૂર્ણ પાલન વડે સ્થિર રહેતા હૈાવાથી, એ ધમને લીધે જ સમગ્ર વિશ્વની વ્યવસ્થા એક પણ નિયમને માધ પહોંચ્યા સિવાય ચાલી રહી છે. શ્રી તીથકર પરમાત્માના આત્મા, શ્રી ગણધર ભગવતાના આત્મા, શ્રી આચાય, ઉપાધ્યાય અને સાધુ ભગવતે!ના આત્મા, સર્વ પ્રાણીવિષયક હિતચિન્તાના ભાવથી ભરેલા છે; અને એ ભાવની રક્ષા ખાતર સતત દશ પ્રકારના ચારિત્રધમ નું તેઓ પાલન કરી, -કરાવી રહ્યા છે. તેથી તે ભાવ સમગ્ર વિશ્વમાં સતત વ્યાપેલા રહે છે; અને એ ભાવના પ્રભાવ વડે જ વિશ્વમાં સર્વ કાંઇ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. આ હકીકત શાસ્ત્રમાં
વારવાર ઉપદેશી છે.
દશ પ્રકારના ચારિત્રયમ ત્યાં જ હાય છે અને ત્યાં જ ટકે છે, કે જ્યાં સર્વ સત્ત્વવિષયક હિતચિન્તા રૂપ વિશુદ્ધ આત્મપરિણામ હયાતિ ધરાવતા હોય અથવા તે પરિણામ પ્રાપ્ત કરવાની અભિલાષા ચિત્તમાં વતતી હોય. સવ સવિષયક હિતચિન્તાના સાચા અમૃત પરિણામમાં દશ પ્રકારના ચારિત્રધમ અર્થાત્ સાધુધમ અને સાધુધમ પ્રાપ્ત કરવાની અભિલાષારૂપ ‘શ્રાવકધમ' 'તગત રહેલા છે, એમ માનવું જોઈએ. સકૅલ સત્ત્વવિષયક હિતચિન્તાના પરિણામ એ જ ભાવધ છે અને એ ધમમાં જ વિશ્વના
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૪૭
તમામ પદાર્થોને નિયમમાં શખવાની તાકાત છે, એ ભાવ ધર્મને ટકાવવા માટે, પેટ્ટા કરવા માટે કે વધારવા માટે જેટલા જેટલા માર્ગો છે, તે મષા પણ કારણમાં કાયના ઉપચારથી ધમ છે. ભાવધના કારણ રૂપ ધર્મ એ દ્રવ્યધર્મ છે. એક પ્રભુની આજ્ઞાના ભાવપાલન રૂપ છે અને બીજે પ્રભુની આજ્ઞાના દ્રવ્યપાલન સ્વરૂપ છે. ભાવ અને દ્રવ્ય ઉભય પ્રકારે પ્રભુની આજ્ઞાનું પાલન અને તે પાલન ઉપરનું મહુમાન, એને અનુક્રમે બેષિ અને તેનુ' ખીજ કહેવાય છે. એવી માધિ અને એનું બીજ પ્રાપ્ત કરી, જગતના આત્માએ ત્રણેય કાળમાં સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ-એ ભાવના નિર'તર કત્તવ્ય છે. એથી ભવિરાગ અને માક્ષાભિલાષ દૃઢ થવા સાથે શ્રી જિનેશ્વરદેવના શાસ નના સાચા પ્રભાવ જગતમાં વિસ્તાર પામે છે.
',
Page #580
--------------------------------------------------------------------------
________________
સામાયિક ધર્મ
રાગ-દ્વેષનાં અભાવરૂપ આત્માનાં મધ્યસ્થ પરિણામ અને તે વખતે થતા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ગુણ્ણાના આત્માને જે લાભ, તેને શાસ્ત્રકાર ભગવંતા સામાયિક ધમ કહે છે.
" समानां मोक्षप्रतिसमानसामर्थ्यानां ज्ञानदर्शन चारित्राणामायः - लाभः समाया, समाय एव सामायिकम् ।
ܕܕ
સમ એટલે માક્ષ પ્રાપ્ત કરવા માટે સમાન સામર્થ્ય – વાળા, આત્માનાં જ્ઞાન-દન-ચારિત્ર રૂપ ગુણા, તેના લાભ એટલે સામાયિક, જે પરિણામને ધારણ કરવાથી આત્મા સમવૃત્તિવાળા અને, રાગ-દ્વેષ રહિત થાય, સવ પ્રાણીઓને પેાતાનાં આત્માની જેમ જુએ, તે સામાયિકના પરિણામ છે. સામાયિક એ સવ મૂળ ગુથેાનાં આધારભૂત છે, 'સવ સાવધ વ્યાપારાનાં ત્યાગરૂપ છે. કહ્યું છે કે—
सामायिकं गुणानामाधारः, खमिव सर्वभावानाम् । नहि सामायिकहीं नाश्चरणादिगुणान्विता येन || १ || तस्माज्जगाद भगवान्, सामायिकमेव निरुपमोपायम् । શારો માનતાને-ટુઃવનારામ્ય મોક્ષમ્ય | ૨ ||
Page #581
--------------------------------------------------------------------------
________________
પર
અર્થ–આકાશ જેમ સર્વ પદાર્થોને આધાર છે, તેમ સામાયિક સર્વ ગુણોને આધાર છે. સામાયિકથી રહિત એવા ને ચારિત્રાદિ ગુણે પ્રાપ્ત થઈ શકતા નથી. તે કારણે શારીરિક અને માનસિક અનેક દુખેનાં નાશ રૂપ મોક્ષને નિરુપમ ઉપાય ભગવાને એક સામાયિકને જ કહ્યો છે.
જીવ જ્યારે સમપરિણામવાળો બને છે ત્યારે પ્રતિક્ષણે નવા નવા જ્ઞાન-દર્શન-ચારિત્રનાં પર્યાયને પામે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનાં આ પર્યાયે અંકલેશનાં વિછેદક અને નિરુપમ સુખનાં હેતુ છે. તેથી તેને શાસ્ત્રોમાં ચિન્તામણિ, કલ્પતરુ અને કામધેનુથી પણ અધિક પ્રભાવશાળી કહ્યાં છે. અચિત્ય પ્રભાવશાળી આ સામાયિકના પરિણામની પ્રાપ્તિ જીવને સર્વ સાવદ્ય ગાને ત્યાગ કરવાથી અને નિરવ વેગેનું સેવન કરવાથી થાય છે. વસ્તુતઃ સવ જી સાથે મૈત્રી આદિ પ્રશસ્ત ભાવને ધારણ કરવાં, એ જ સામાયિક છે. પરંતુ આ ભાવને જીવનમાં સક્રિય રૂપ આપવા માટે સર્વ સાવદ્ય ગોનો ત્યાગની અને નિરવઘ યોગોનાં સેવનની પ્રતિજ્ઞા લેવી પડે છે. એ પ્રતિજ્ઞાના ગ્રહણ અને આસેવનને સામાયિક વ્રત કહેવામાં આવે છે. આ સામાયિક વ્રતનું જ બીજું નામ અહિંસાધર્મ છે.
અહિંસાધર્મમાં આત્મૌપગ્યની દૃષ્ટિ છે અને એ જ દષ્ટિ સામાયિક વ્રતમાં છે. જીવનમાં અહિંસાને પરિપૂર્ણ
Page #582
--------------------------------------------------------------------------
________________
પ૪૩ અમલ કરવા માટે સામાયિક વ્રતની પ્રતિજ્ઞા અનિવાર્ય છે. સામાયિકને સીધે અર્થ સમતા છે,
ગામનઃ પ્રતાનિ ઘરેણાં ન સમાતુ-પિતાને પ્રતિકૂલ વસ્તુઓ બીજાઓ પ્રત્યે ન આચરવી એ ધર્મને સાર છે. સર્વ જી જીવવાને ઈચછે છે, કોઈ મરવાને ઈચ્છતું નથી. તે પણ જીવવાને ઈચ્છે છે, મરવાને ઇચ્છો નથી ? માટે તારે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી કે ન કરાવવી-એ તારો ધર્મ છે. જેને ધર્મની જરૂર છે, તેઓએ જીવનમાં અહિંસાને સ્થાન આપવું જ જોઈએ, અને કોઈપણ જીવની થોડી પણ હિંસા જે પિતાનાં પ્રમાદથી થાય, તે તેને અધર્મનું કારણ માનવું જોઈએ. આવી વિશુદ્ધ અહિંસાને સિદ્ધ કરવા માટે પ્રતિજ્ઞા પણ આકરી જોઈએ અને તેના પાલન માટેના નિયમો પણ દઢ જોઈએ.
અહિંસા એ ધમ છે તથા તેની સિદ્ધિ માટે સત્યાદિ
અને બ્રહ્મચર્યાદિ નિયમોને ઉપદેશ છે-વત્તે અંશે સર્વ ધર્મોમાં અપાયેલ છે. સામાયિકની પ્રતિજ્ઞામાં તે ઉપદેશને પૂર્ણતાએ પહોંચાડવામાં આવે છે. કહ્યું છે કે
“નિવમિતું શેડ્યું, જાજોનૈવ તરવતા कुशलाशयरूपत्वात् , सर्वयोगविशुद्धितः ॥ १ ॥"
અર્થ-કુશલાશયરૂપ હોવાથી અને સર્વ યુગોની વિશુદ્ધિરૂપ હોવાથી, આ સામાયિકને પરિણામ તાવિક અને એકાન્ત નિરવદ્ય છે.
Page #583
--------------------------------------------------------------------------
________________
જે વિચાર તે જ આચાર અને જે આચાર તે જ વિચાર–એ તાવિક પરિણામ છે. સામાયિકમાં સર્વ જી સાથે મૈત્રીભાવ છે અને તેવું જ અહિંસાયુક્ત આચરણ પણ છે, તેથી તે એકાન્ત નિરવા છે. એ કારણે સામાયિકની પ્રતિજ્ઞા અંગીકાર કરનારથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેવા સૂક્ષ્મ જીવોની હિંસા પણ થઈ શકતી નથી અને તે હિંસાથી બચવા માટે ખાવા, પીવા, બેસવા, ઉઠવા, બોલવા, ચાલવા, સુવા અને જાગવા જેવી ક્રિયા કરતી વખતે પણ ઘણું સંભાળભર્યું જીવન જીવવું પડે છે. એનું જ નામ સક્રિય અહિંસા અને આત્મપગ્ય દષ્ટિનું સક્રિય પાલન છે.
સામાયિકની પ્રતિજ્ઞાના અર્થથી પ્રરૂપક શ્રી તીર્થંકરદેવ છે અને સૂત્રથી રચના કરનારા શ્રી ગણધર ભગવંતે છે.
સામ, સમ અને સમ્મ-એ ત્રણ સામાયિકનાં પર્યાય શબ્દ છે. સામ એટલે મધુર પરિણામ-સર્વ જીવો સાથે મૈત્રીનાં પરિણામ. સમ એટલે ત્રાજવા જેવા સમાન પરિણામ-સર્વ સંગ અને વિયેગો પ્રત્યે સરખા પરિણામ. સમ્મ એટલે ખીર-ખાંડની જેમ પરસ્પર મળી જવાનાં પરિણામ-જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતાને પરિણામ, ચારિત્રરૂપ ખીરની સાથે જ્ઞાન-દરનરૂપી ખાંડ અને સાકરનું એકત્ર મળી જવું, તે સમ્મ પરિણામ છે. ટૂંકમાં સામાયિક એ સર્વ પાપવ્યાપારનો ત્યાગની અને નિષ્પાપ વ્યાપારના સેવનની પ્રતિજ્ઞારૂપ છે. તેથી તેમાં સર્વ જીવોની મૈત્રી,
Page #584
--------------------------------------------------------------------------
________________
પ૪૫
સર્વ સંગોમાં માધ્યથ્ય અને સર્વ સદ્દગુણેનાં પાલન પ્રત્યેને ઉત્સાહ વગેરે પ્રશસ્ત અધ્યવસાયે રહેલાં છે.
સામાયિકનાં મુખ્યત્વે ચાર પ્રકાર છે. શ્રત સામાયિક, સમ્યકત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક.
શ્રત સામાયિક અમુક સમય સુધી શાસ્ત્રપાઠ ભણવાનાં નિયમરૂપ છે. સમ્યકત્વ સામાયિક શ્રદ્ધાળુણની શુદ્ધિરૂપ છે. દેશવિરતિ સામાયિક બે ઘડી પ્રમાણ સાવદ્ય વ્યાપારનાં ત્યાગનાં નિયમરૂપ છે. સર્વવિરતિ સામાયિક જીવનપર્યત નિરવદ્ય વ્યાપારનાં પાલનની પ્રતિજ્ઞારૂપ છે.
બીજી રીતે શ્રત સામાયિક શાસ્ત્રાભ્યાસ વડે થઈ શકે છે. સમ્યફ સામાયિક, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિથ આદિ ગુણનાં આસેવન વડે થઈ શકે છે. દેશવિરતિ સામાયિક સ્થૂલ હિંસા, શૂલ અસત્ય, સ્કૂલ ચોરી વગેરે પાપવ્યાપારોને તજવા વડે થઈ શકે છે. સર્વવિરતિ સામાયિક હિંસાદિક પાપપ્રવૃત્તિઓને સર્વથા ત્યાગ કરવા વડે થઈ શકે છે.
સામાયિકને શ્રાવકનાં બાર વતેમાંનું નવમું વ્રત પણ કહ્યું છે. તેને શિક્ષાવ્રત કહેવાય છે. શિક્ષા એટલે અભ્યાસઆત્માની નિમંળતાને અભ્યાસ, પાપભારથી હલકા થવાનો અભ્યાસ અને જીવ માત્ર પ્રત્યે સમતાભાવ કેળવવાનો અભ્યાસ.
આ વ્રતને વારંવાર અભ્યાસ થવાથી આત્મા સર્વ
Page #585
--------------------------------------------------------------------------
________________
પ૪૬ વિરતિ ધર્મને લાયક થાય છે. તેથી તેને સાધુતાને અભ્યાસ પણ કહી શકાય. રોજ ઓછામાં ઓછી બે ઘડી એટલે સમય આ સાધુતાને અભ્યાસ ગૃહસ્થને અતિ લાભદાયી છે. એથી શાન્તવૃત્તિ, સંતોષવૃત્તિ અને રાગ-દ્વેષનાં હેતુએમાં રાગ-દ્વેષ ન કરવા રૂપ સમતાવૃત્તિ કેળવાય છે. સામાયિક કરવું એટલે ચિત્તવૃત્તિને શાન્ત કરવાને અભ્યાસ કરે. સમભાવમાં સ્થિર થવાને, મધ્યસ્થ ભાવને કેળવવાને અને સર્વ જી પ્રત્યે સમાન વૃત્તિ અર્થાત સર્વાત્મભાવને કેળવવાને પ્રશસ્ત અભ્યાસ, એનું જ બીજું નામ સામાયિક છે.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પણ એ સામાયિક ચાર . પ્રકારનું છે. દ્રવ્યથી ધપકરણને છોડીને બીજા સર્વ દ્રવ્યોને ત્યાગ કરે, ક્ષેત્રથી સામાયિક કરવા જેટલી જગ્યાને છોડીને બીજી જગ્યાનો ત્યાગ કર, કાળથી બે ઘડી પયત સામાયિકમાં રહેવાને નિર્ણય કરે અને ભાવથી રાગ-દ્વેષરહિતતા અને સમભાવસહિતતા અથવા અશુભ ધ્યાનને ત્યાગ અને શુભ ધ્યાનને સ્વીકાર કરે. અશુભ ધ્યાન આ અને શૈદ્રવરૂપ છે. એ બે ધ્યાનને ત્યાગ કરવા માટે મૈથ્યાદિ ચાર અને અનિત્યવાદિ બાર ભાવનાઓને વિચાર કરે તથા વચન અને કાયાના અશુભ વ્યાપારથી બચવા માટે તેટલા વખત સુધી સર્વ સાંસારિક પ્રવૃત્તિઓને ત્યાગ કરે.
સામાયિકની આ પ્રતિજ્ઞા વટેમાર્ગુને વૃક્ષની છાયાની જેમ સંસારનાં વિવિધ તાપથી સંતપ્ત આત્માને શાન્તિ
Page #586
--------------------------------------------------------------------------
________________
ف
લેવા માટેનુ' પરમ વિશ્રામસ્થળ છે, તેમ જ પાપના અધ કાર દૂર કરવા માટે અને આત્માના આંતરિક પ્રકાશ મેળવવા માટેનું અદ્વિતીય સાધન છે.
આ વ્રત જીવને અધ્યાત્મમાર્ગનાં રસ્તે ચઢાવવા માટેના ૫૨મ ભાસીએ છે, તેમ જ દુર્ગાંતિનાં દ્વારની અગળા અને સતિનાં દ્વારની કુચી છે જેટલા વખત સામાયિક વ્રતમાં, સમભાવમાં ચિત્ત ચાંટેલું રહે છે, તેટલા વખત અશુભ કર્મોના ઉચ્છેદ થાય છે અને તેટલા વખત શ્રાવક સાધુ સમાન બને છે. આથી આત્માથી જીવાએ વધુ ને વધુ સામાયિક કરવા, એ હિતકારક, સુખકારક અને કલ્યાણકારક છે.
Page #587
--------------------------------------------------------------------------
________________
સામાયિક અને નમસ્કાર,
સામાયિક એટલે સર્વ જીવો આત્મતુલ્ય છે. એ સાધનાનો અભ્યાસ. નવકાર એટલે પિતાને આત્મા પરમાત્માલ્યા છે, એની સાધનાને અભ્યાસ. જીવનમાં સામાયિક અને સ્મરણ–ધ્યાનમાં નવકાર. સામાયિક એ જીવનમાં જીવવાને અભયાસ છે. સામાયિકરૂપ પ્રત્યક્ષ જીવનનાં અભ્યાસ વડે નવકારથી ફલિત થતા પક્ષ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. એ રીતે “કરેમિ ભંતેને “ક”કાર અને “નવકારમંત્રને નકાર પ્રાપ્ત થ એ પરમ પુણ્યોદય છે. કમિભંતે એ દ્વાદશાંગીનો સંક્ષેપ છે. નવકાર એ દ્વાદશાંગીને સાર છે. સાર એટલે ફળસંક્ષેપ, એટલે ટૂંકે અર્થ-કાર્યક્રમ. સામાવિકના ટૂંકા અર્થ કાર્યક્રમ વડે–તેની સાચી સાધના વડે શ્રી પરમેષ્ઠિ પદની પ્રાપ્તિ થાય છે. શ્રી અરિહંત પ્રથમ પરમેષ્ઠિરૂપ હોવા છતાં શ્રી પંચપરમેષ્ઠિમય છે. અરિહંતના ધ્યાનથી શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન થાય છે અને શ્રી પંચપરમેષ્ઠિના ધ્યાનથી શ્રી અરિહંતનું ધ્યાન થાય છે. સામાયિક એ પરમેષ્ઠિ થવાની સાધના છે. નવકાર એ સાધનાના પરિણામે મળનારી પદવીને દ્યોતક છે. નવકાર એ નિશ્ચય રત્નત્રયીનું પ્રતીક છે. સામાયિક એ
Page #588
--------------------------------------------------------------------------
________________
૧૪૭
વ્યવહાર રત્નત્રયીનુ' પ્રતીક છે. નિશ્ચય એ ફળ છે. વ્યવહાર એ સાધન છે.
નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામરોજી, ભવસમુદ્ના પારે, ” ( ઉ. શ્રી યશોવિજયજી મ. )
વ્યવહારનું પાલન એ નિશ્ચયન્તુ સાધન છે. નિશ્ચયનુ ધ્યાન વ્યવહારનું વિશેાધક છે. નવકારને લક્ષ્યમાં રાખીને સામાયિકત' આચરણ કરનાર નિયમાં મુક્તિસુખને પ્રાપ્ત કરે છે. સામાયિકના વ્યવહાર શુભ હાવાથી પુણ્યના ઉત્પા દક છે. નવકારનુ ધ્યાન લક્ષ્યને ઓળખાવનાર હોવાથી વ્યવહારને સુધારનાર છે. ‘શિવમસ્તુ સર્વજ્ઞાતઃ ' એ સામા યિકના પરિણામ છે. ‘ નમો અરિહંતાણં ’એ નિશ્ચયનું' લક્ષ્ય છે. વેદના મહાવાકયની જેમ એ ચૌક પૂર્વ અને દ્વાદશાંગીનું' મહાવાકય છે. વેદ, વેદાંગ, ન્યાય, મીમાંસા, ધમ શાસ્ત્ર અને પુરાણેાનું તાત્પર્ય જીવ બ્રહ્નાકય છે. દ્વાદશાંગીનુ’ રહસ્ય પરમેષ્ઠિ નમસ્કાર અને એ દ્વારા શુદ્ધાત્મસ્વરૂપનું પરિણમન છે.
નમસ્કાર એ અનુમાદન સ્વરૂપ છે. અનુમાદન અને પ્રમાદ-એ એ પર્યાય શબ્દો છે. ‘ અનુ પશ્ચાત્ માનં, પ્રર્વેન મોતનું) ' ગુણ જોઇને પહેલાં કે પછી ખુશ થવું-ઉત્કૃષ્ટપણે ' ! રાજી થવું, તે અનુમાદન અને પ્રમાદ છે, ? નમસ્કાર તેના સૂચક છે. જો હૃદયમાં અનુમાદના કે પ્રમાદ ન હાય, જેને
Page #589
--------------------------------------------------------------------------
________________
५५०
નમવામાં આવે છે તેના ગુણ ઉપર પક્ષપાત ન ડાય, તે જે માર્ગે ગયા હૈાય તે માર્ગે જવાની વૃત્તિ ન હોય અને તેમણે જે કહ્યુ હોય તે જાણવાની ઇચ્છા કે જિજ્ઞાસા સુદ્ધા ન હોય; તા તેઓને કરેલા તે નમસ્કાર જીટુંડા છે-“સાચા નથી, દ્રવ્યનમસ્કાર છે-ભાવનમસ્કાર નથી. પરંતુ ગુણને પક્ષપાત અને એ પક્ષપાત સહિત સાચા નમસ્કાર આવે કયારે ? ગુણના પક્ષપાત એ શુભેા પ્રત્યે શ્રદ્ધા માંગે છે. ગુણામાં ઉપાદેયપણાની બુદ્ધિ એ જ સાચી શ્રદ્ધા છે. જ્યાં સુધી જેને નમવામાં આવે છે તેના ગુણેામાં ઉપાદેયબુદ્ધિ નથી, તે ગુણેા આદરવા લાયક છે-આચરવા લાયક છે એવા ખ્યાલ નથી, એ શેાને જીવનમાં લાવવા પ્રત્યે ઉદાસીનતા છે અને ઉપેક્ષામુદ્ધિ કે હેયબુદ્ધિ છે; ત્યાં સુધી સાચા નમસ્કાર-ભાવનમસ્કાર કર્યાંથી થાય ?
ગુણેામાં ઉપાદેયબુદ્ધિ એ ભાવનમસ્કારનું પ્રથમ પગથિયું છે, જ્યાં સુધી ચિન્તામણિ અને કામધેનુ કરતાં પણ પરમેષ્ટિએને જે ગુણા પ્રાપ્ત થયા છે, તેની કિંમત અધિક છે, એવા ખ્યાલ ન આવે-એનું સાચુ' ભાન ન થાય; ત્યાં સુધી ભાવનમસ્કાર આવી શકતા નથી. કહેવાનુ તાત્પય એ છે કે જેને નમવામાં આવે છે. તેના ગુણેાનુ જ્ઞાન જોઈએ, તેમાં ઉપાદેયબુદ્ધિ જોઇએ. પશુ ઉપેક્ષાબુદ્ધિ અને તૈયબુદ્ધિ ન જોઇએ.
પરમેષ્ટિએ પાંચ વિષય ત્યયા છે અને ચાર કષાય જીત્યા છે. પાંચ મહાવ્રતા અને પાંચ આચારમય તેઓનું
Page #590
--------------------------------------------------------------------------
________________
પા
જીવન છે. અષ્ટ પ્રવચન માતા અને અઢાર હજાર શીલોંગ રથના તેઓ ધારી છે. તેમાંની કાઈપણ વસ્તુ ઉપર જેગ્માને પ્રેમ નથી. આદર નથી, મેળવવાની કે જાણવાની પણ ઇચ્છા કે દરકાર નથી; તેઓના નમસ્કાર ભાવનમસ્કાર કેવી રીતે અની શકે?
નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે ગુણુબહુમાન રૂપ ભાવ જોઇએ. ખીજ વાવ્યા વિના જેમ કદી પણ ધાન્ય ઉગે નહિ, તેમ ગુણેા ઉપર બહુમાન-આદરભાવરૂપ બીજનું આધાન કે વાવેતર કર્યા વિના ગુણપ્રાપ્તિ અને તેના ફળ રૂપે માક્ષપ્રાપ્તિરૂપી ધાન્ય ક્રાંથી ઉગે ? ગમે તેટલી વૃદ્ધિ થાય અને ગમે તેટલી ભૂમિ શુદ્ધ હોય, પરંતુ બીજ વાવ્યા વિના હજાર હેતુઓએ પણ ધાન્ય ઉગી શકે નહિ ! મુવર્સ ધર્મથીલક્ષ્ય પ્રશંસાવિ ।' સત્પુરૂષાના ગુણેનુ' બહુમાન અને પ્રશસ્રા એ ધમ મીજનુ સાચુ વપન છે. પરમેષ્ઠિએમાં રહેલા અનેક ગુણેાને ચિન્તામણિથી અધિક માના, કામધેનુથી અધિક માના, કલ્પવૃક્ષથી અધિક માના, અને કામકુંભથી અધિક માના કેમ કે-એ બધામાં ઇચ્છા પૂરવાનુ. અને ચિન્તા ચૂવાનુ જે સામર્થ્ય છે, તેથી કેઇગણું અધિક સામર્થ્ય' સાચા ગુણ્ણા અને તેના બહુમાનમાં રહેલુ છે. અથવા કહો કે-ચિન્તામણિ આદિમાં જે સામથ્ય આવે છે તે સામર્થ્ય તેનુ' પેાતાનું નથી, પણ ગુણુબહુ
Page #591
--------------------------------------------------------------------------
________________
પર
માનના ભાવથી બધાએલા અચિત્ત્વ સામ વાળા પુણ્યમાં છે. પુણ્ય અચિત્ત્વ સામર્થ્યવાળુ' છે. તે ગુણમહુમાનના ભાવથી ઉપાર્જન થાય છે, તેથી તે ચિન્તામણિથી-કામધેનુથી અષિક છે.
નવકાર્શ્વ પુનઃ પુનઃ ૮ણુ એક માજી પુણ્યને વધારે છે, જ્યારે બીજી માજી પાપના નાશ કરે છે. નવમુ‘ પાપસ્થાન લાભ અને અઢારમુ. પાપસ્થાન મિથ્યાત્વશલ્ય, એ બધા પાપામાં સૌથી મેટા ગણાય છે. તે બનૈના નાશ એક જ નવકારથી સધાય છે, કેમ કે-નવકાર દુન્યવી લાભના શત્રુ છે અને મુક્તિસુખના લેાભ જીવમાં જગાડે છે. નવકાર પાપને પાપ નહિ માનવારૂપ તથા પુણ્યને પુણ્ય નહિ માનવારૂપ જડતાના નાશ કરે છે અને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર પ્રેમ પેદા કરે છે.
Page #592
--------------------------------------------------------------------------
________________
સમવસરણસ્થ ભગવાનનું ધ્યાન
કરવાની વિધિ.
સમવસરણમાં વિરાજમાન ચતુર્મુખ ભગવન્તના ધ્યાનથી અંતરાય કમને ક્ષય વગેરે અનેક લાભ થાય છે. એ માટે શ્રી દેવભદ્રાચાર્ય વિરચિત પરિવારનારિયં માં શિવદત્ત મંત્રીના પુત્ર દેવપ્રસાદનું દષ્ટાન આપવામાં આવ્યું છે. સંક્ષેપમાં તે આ રીતે છે –
શિવદત્ત નામનો રાજમંત્રી છે. તે દારિદ્રય અને રાજાના અપમાનથી પીડાય છે. મંત્રીના કુટુંબમાં મંત્રી પિત, મંત્રીની પત્ની, પુત્ર દેવપ્રસાદ તથા તે પુત્રની પત્ની એમ ચાર જણ છે.
શિવદત્તને એક વખત જ્ઞાની મુનિને યોગ થાય છે. તે પિતાના દારિદ્રય વગેરેનાં કારણે તે મુનિને પૂછે છે અને મુનિ તેમનાં પૂર્વભવનું વૃતાન્ત જણાવતાં કહે છે કે
પૂર્વકૃત કમેનાં કારણે તમે બધાને એક કુટુંબ મળ્યું છે. તમારા બધામાં દેવપ્રસાદનું અંતરાયકર્મ બહુ ભારી છે. તેથી તમે બધાને આ દરિદ્રતા, રાજાપમાન વગેરે પ્રાપ્ત થયાં છે.” આ સાંભળી દેવપ્રસાદ મુનિનાં ચરણોમાં પડે છે
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૫
અને અતશયક્રમને જલદીથી ખપાવવાના ઉપાયને પૂછે છે, તે વખતે મુનિ સમવસરણમાં રહેલા ચતુર્મુખ ભગવ’તનું' ધ્યાન બતાવે છે. કેવળ અતશયજ નહીં કિન્તુ સવ" કર્મ વૃક્ષાને મૂળથી ઉખેડી નાંખવા માટે આ યાન પ્રચંડ વાયુ સમાન છે, એમ મુનિ દેવપ્રસાદને સમજાવે છે.
મુનિએ દેવપ્રસાદને કહેતી ધ્યાનવિધિ આ રીતે છે.
ચિ શરીર અને માનસિક પ્રસન્નતાથી યુક્ત યાતા પવિત્ર સ્થાનમાં
'૧ સુખપૂર્વક પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસે.
૨ સમુચિત પય"ક્રાસન વગેરે આસન દ્વારા શરીર સ્થિર કર.
૩ ધ્યાનમાં ઉપયોગી નહીં એવા મન, વચન અને કઢાયાના યાગેાના નિરાય રે
૪ નેત્ર નિમીલિત (અધ) શખે અથવા નાસાગ્ર દૃષ્ટિ કરે.
૫ ઉચ્છ્વાસ અને નિશ્વાસને મદ કરે,
૬ પાતે પૂર્વે કરેઢી પાપાની ગર્હ કરે.
૭ સ્રવ પ્રાણીને ખમાવે
૮ પ્રમાદને દૂર કર.
૯ શ્રી જિનેશ્વર ભગવતના ધ્યાન માટે એકાગ્ર ચિત્ત
વાળા થાય.
૧૦ શ્રી ગણુધર ભગવડતાનું સ્મરણ કરે.
Page #594
--------------------------------------------------------------------------
________________
પપપ ૧૧ શ્રી સદગુરુમોનું મરણ કર. તે પછી આ રીતે ચિંતન કર
૧ સમવસરણ માટેની ભૂમિ વાયુકુમાર દેવતાઓ શુદ્ધ કરે છે.
૨ તે ભૂમિને મેઘકુમાર દેવતાઓ ઉત્તમ સુધી પાણી વડે સી ચે છે. - ૩ તે ભૂમિમાં ઋતુ દેવતા હીંચણ સુધી પુપ વરસાવે છે.
૪ વૈમાનિક દેવતાઓ ત્યાં મ ને પહેલા પ્રાકાર (ગઢ) બનાવે છે.
૫ જાતિષ્ક દેવતાઓ સેનાને બીજે ગઢ બનાવે છે. ૬ ભવનપતિ દેવતાઓ રૂપાનો ત્રીજો ગઢ બનાવે છે.
૭ મધ્યભાગમાં દેવતાઓ અશોકવૃક્ષ, પાદપીઠથી યુક્ત ચાર સિંહાસન, ત્રણ છત્ર વગેરેની રચના કરી છે.
૮ દેવતાઓ સમવસરણમાં તાર, વાપી, પતાકાવ્યો ધર્મજ વગેરેની રચના કરે છે.
તે પછી દેવાધિદેવ શ્રી જિનેન્દ્ર પરમાત્માનું આ રીતે ધ્યાન કરે -
૧ ભગવંત વ્યંતર દેવતાઓએ રચેલાં સુવર્ણ કમળાની કણિકામાં પગ મૂકતાં મૂકતાં પધારી રહ્યા છે.
૨ દેવતા ભગવંતને ચામર વીઝી રહ્યા છે. અને જય જય’ શબ્દની ચેષણા કરી રહ્યા છે.
Page #595
--------------------------------------------------------------------------
________________
૩ ભાગવતની આગળ ચાલતા ઇન્દ્રો માગમાં રહેલા લાકને બાજુએ કરી રહ્યા છે.
૪ ભગવંત પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કરી રહ્યા છે. ૫ દેવતાઓના વાજિંત્રોના નાદથી આકાશ ભરાઈ ગયું છે. તે પછી આ રીતે ધ્યાન કર૧ ભગવંત સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે.
૨ અન્ય ત્રણ દિશાઓમાં દેવતાઓએ રચેલાં ભગવતનાં પ્રતિરૂપ છે.
૩ હર્ષથી પુલકિત ઈન્દ્રો રત્નના દડવાળા અતિ વેત ચામરો વીંઝી રહ્યા છે.
૪ ચારે દિશાઓમાં ભવ્ય જી પિતપોતાને ઉચિત સ્થાને બેસી ગયા છે.
૫ અનેક પ્રકારના તિયાના સમૂહે સમવસરણના બીજા વલયમાં છે. તે બધા પરસ્પર વેરને ત્યાગ કરી, શાંતરસમાં તરબોળ બની ભગવંતની દેશના સાંભળી રહ્યા છે.
તે પછી સમવસરણની મધ્યમાં કલ્પવૃક્ષ અને ત્રણ છત્ર નીચે સિંહાસન પર વિરાજમાન ભગવંતનું આ રીતે દયાન કરિ –
૧ એકી સાથે એક જ સમયે ઉદયને પામેલા બાર સૂના સમૂહ સમાન દેદીપ્યમાન શરીરવાળા.
૨ સર્વ સુંદ૨ જી કરતાં અનંતગુણ અધિકરૂપવાળા. ૩ અનાદિ મોહવૃક્ષને મૂળથી નાશ કરનારા.
Page #596
--------------------------------------------------------------------------
________________
પપ૭ ૪ ગરૂપ મહારાગને નાશ કરનાશ. ૫ કે રૂપ અરિનને બુઝાવનારા. ૬ સર્વ દોષનાં અવય ઔષધ.
૭ અનંત કેવળજ્ઞાન વડે સર્વ વસ્તુઓના પરમાર્થને જાણુનાશ.
૮ દુસ્ત૨ ભવસમુદ્રમાં પડેલા જીવોનો ઉદ્ધાર કરવા માટે અચિન્ય સામર્થ્યવાળા.
૯ લોકપુરુષના મહતકમણિ. ૧૦ ત્રણે લેકના પરમગુરુ, ૧૧ ત્રણે લોક વડે નમન કરાએલા. ૧૨ ત્રણે લોકને તારનાર માતામ્યવાળા. ૧૩ જીના ઉપકારમાં તત્પર. ૧૪ વિશ્વોપકારક ધમને કહેતા. ૧૫ લોકનાં સર્વ પાપોને નાશ કરતા. ૧૬ જીવોને માટે સર્વ સંપત્તિએનાં મૂળ કારણ. ૧૭ સર્વ લક્ષણથી સંપન્ન. ૧૮ સર્વોત્તમ પુણ્યાનુબંધી પુણ્યથી નિર્મિત દેહવાળા. ૧૯ જીના મોક્ષનું પરમ સાધન. ૨૦ પરમ યોગીઓનાં મનને પ્રસન્ન કરનારા, ૨૧ જન્મ, જરા, રોગ, વગેરેથી રહિત.
૨૨ સિદ્ધ હોવા છતાં પણ જાણે ધર્મ માટે જ કાયામાં હેલા.
Page #597
--------------------------------------------------------------------------
________________
աաՀ
૨૩ હિમ, હાર કે ગાયના દૂધ જેવા નિમ ળ. ૨૪ કમસમૂહોના નાશ કરનારા.
આ પ્રમાણે નિશ્ચલ ચિત્તથી ધ્યાન ત્યાં સુધી કરવુ' કે જ્યાં સુધી પરમાત્મા જાણે સાક્ષાત્ સાથે હાય તેવા ભાસે, તે પછી—
૧ ઘૂંટણ ભૂમિ પર રાખી અત્યત ભક્તિપૂર્વક નમેલા શી વર્ક પરમાત્માના ચરણુયુગલના સ્પર્શ કરવા અને પાતાના આત્મા પરમાત્માના ચણે છે એમ ભાવવું. ૨ વાસક્ષેપ આદિથી સામે ભામ્રતા પરમાત્માની ભાવનાથી સર્વાંગ પૂજા કરવી— પાતે વાસક્ષેપ વગેરેથી જાણે પૂજા કરતા હોય, તેમ ભાવવુ,
૩ ચૈત્યવદન કરવું.
આષિલાલ આદિ માટે પ્રાથના કરીને ધ્યાન સમાપ્ત કરવું. આ રીતે ધ્યાનની પ્રક્રિયા ખતાવીને મુનિ દેવપ્રસાદને કહે છે કે
આ પ્રમાણે નિત્ય ધ્યાનાભ્યાસ કરવાથી એકાગ્ર ચિત્તવાળા તે સાધકનૈ—
૧ ભગવતના રૂપ વગેરે તથા તેમના શુÌાનુ' અનુભવપૂર્ણ જ્ઞાન થાય છે,
૨ સવેગની વૃદ્ધિ વડે ક્રમ ક્ષય થાય છે.
૩ ક્ષુદ્ર જના કશુ જ ખગાડી શકતા નથી.
Page #598
--------------------------------------------------------------------------
________________
૫૫૯
૪ વચનસિદ્ધિ મળે છે,
૫ રાંગેા નાશ પામે છે.
૬ ધનને ઉપાર્જન કરવાના ઉપાય) અત્યંત સફળ થાય છે.
૭ સૌભાગ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે.
૮ મનુષ્યા અને દેવતાઓનાં ઉત્તમ સુખા તથા માક્ષનું સુખ અનુક્રમે વિના વિલ'એ પ્રાપ્ત થાય છે.
આ રીતે ધ્યાનવિધિ અને તેનાં ફળેા મતાવ્યા પછી અ'તે દેવપ્રસાદને કહે છે કે
‘હે દેવાનુપ્રિય ! જો કલ્યાણની કામના હોય તા પરમગુરુ પ્રણીત આ ધ્યાનવિધિના તમે સારી રીતે આદરપૂર્વક અભ્યાસ કરી.
૯ મુનિની દેશના પછી દેવપ્રસાદ જેમાં ધ્યાન એ જ પરમાથ છે, એવા શ્રાવકધમ ને સ્વીકાર છે. પ્રસ્તુત યાનના પ્રકષના પ્રભાવથી દેવપ્રસાદનાં અતરાય વગેરે કર્મો ક્ષીણુ થાય છે. તે રાજાનું મહુમાન પામે છે અને સાથે સાથે ઉત્તમ સમૃદ્ધિને પશુ પામે છે. ધ્યાનના પ્રભાવથી ખીછ ધર્માંશધનામાં પણ તેના વિકાસ ઘણા જ થાય છે. તે વધુ ને વધુ ધમ આશધે છે. તેના વૈશગ્ય વધે છે, તે દીક્ષા લે છે. અને આરાધના દ્વારા ઉત્તમ સદ્ગતિને પામે છે,
* આ વિષયમાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ જૈત સાહિત્ય વિકાસ મંડળ તરફથી બહાર પડેલ યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશનું સ॰ વિવરણું જોવું.
Page #599
--------------------------------------------------------------------------
________________
શ્રી અરિહંત વંદનાવલી
( છંદ-હરિગીત) જે ચૌદ મહાસ્વપ્નો થકી નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને ગોપવી અવધાતા; તે જન્મતાં પહેલાં જ ચોસઠ ઈંદ્ર જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧ મહા વેગના અભ્યાસમાં, જે ગર્ભમાં ઉકલાયતા, ને જન્મતાં ત્રણ લેકમાં મહા સૂર્ય સમ પ્રકાશતા; ને જન્મકલ્યાણક વડે સૌ જીવને સુખ અર્પતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨ છપ્પન દિકુમારી તણું સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટ મહીં મારી જગત હરખાવતા; મેરૂ શિખર સિંહાસને જે નાથ જગના શોભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩ કુસુમાંજલિથી સુર અસુર જે ભવ્ય જિનને પૂજતા, શી રાદધિના વિન્ડવણજળથી દેવ જેને સિંચતા વળી દેવદુંદુભિ નાદ ગજવી દેવતાઓ રીઝતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪ મઘમઘ થતા શિર્ષચંદનથી વિલેપન પામતા, દેવેન્દ્ર દેવી પુષ્પની માળા ગળે આરોપતા;
Page #600
--------------------------------------------------------------------------
________________
પદ્મ
કુંડલ કર્યાં મણિમય ચમકતા હાર મુકુટ શાભતા, એવા પ્રભુ મહિ'તને પંચાંગ ભાવે હું નમું. પ ને શ્રેષ્ઠ વેણુ મારતી વીણા મૃ ંગ તથા તિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી કિન્નરીએ સ્વગની; હર્ષે ભરી દેવાંગનાએ નમન કરતી લળી લળી, એવા પ્રભુ અરિહંતને પચાંગ ભાવે હું નમું. ૬ જયનાદ કશ્તા દેવતાએ હર્ષના અતિરેકમાં, પધરામણી કરતા જનેતાના મહાપ્રાસાદમાં; જે ઇન્દ્રપૂતિ વરસુધાને સૂચતા અંગુષ્ઠમાં, એવા પ્રભુ અહિં તને પ ́ચાંગ ભાવે હું નમું, છ આહાર મૈં નિહાર જેના છે અગેાચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મઢ જેના અગને સ્પર્શે નહી; સ્વધેનુ દુગ્ધ સમા રુધિર ને માંસ જેના તન મહી', એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું', ૮ મદાર પારિજાત સૌરસ શ્વાસ ને ઉચ્છવાસમાં, ને છત્ર ચામર જયપતાકા સ્તંભ જવ કરવામાં, પૂરા ગ્રહસ્ર વિશેષ અષ્ટક ક્ષણા જ્યાં શાભા, એવા પ્રભુ અશ્મિ‘તને પંચાંગ ભાવે હું નમું, ૯ દેવાંગના પાંચ આજ્ઞા ઇન્દ્રની સન્માનતી, પાંચ મની ધાત્રી દિલે કૃતકૃત્યતા અનુભાવતી; વળી ખાળક્રીડા દેવગણુના કુંવરા સંગે થતી, એવા પ્રભુ મહિ‘તને પંચાંગ ભાવે હું નમું, ૧૦
Page #601
--------------------------------------------------------------------------
________________
પદ
જે બાહયવયમાં પ્રૌઢ જ્ઞાને મુગ્ધ કરતા લેકને, સેલે કળા વિજ્ઞાન કેશ સારને અવધારીને, ત્રણ લેકના વિસ્મય સમા ગુણ રૂ૫ વૌવન યુક્ત જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૧ મૈથુન પરીષહ રહિત જે આનંદતા નિજ ભાવમાં, મૈથુન પરીષહ વારવા વિવાહ કંકણું ધારતા, ને બ્રહ્મચર્ય તણે જગાવ્યા નાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૨ મૂછ નથી પામ્યા મનુજના પાંચ ભેદે ભોગમાં, ઉત્કૃષ્ટ જેની રાજ્યનીતિથી પ્રજા સુખચેનમાં, વળી શુદ્ધ અધ્યવસાયથી જે લીન છે નિજ ભાવમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૩ પામ્યા સ્વયંસંબુદ્ધ પદ જે સહજ વર વિરાગવંત, ને દેવ લોકાંતિક ઘણું ભક્તિ થકી કરતા નમન; જેને નમી કૃતાર્થ બનતાં ચાર ગતિનાં છવગણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૪
આ પધારો ઈષ્ટ વસ્તુ પામવા નર નારીઓ, -એ ઘેષણથી અપંતા સાંવત્સરિક મહાદાનને, ને છેદતા દારિદ્ય સૌનું દાનના મહાકલ્પથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૫ દિક્ષા તણે અભિષેક જેનો જતા ઈંદ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં વિરાજતા ભગવંતશ્રી, અશોક પુત્તમ તિલક ચંપા વૃક્ષ શેશિત વનમહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૬
Page #602
--------------------------------------------------------------------------
________________
શ્રી વજપર ઇદે રચેલા ભવ્ય આસન ઉપર, બેસી અલંકારે ત્યજે દીક્ષા સમય ભગવંત જે; જે પંચમુષ્ટિ લોચ કરતા કેશ વિભુ નિજ કર વડે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૭ લેકારાગત ભગવંત સર્વે સિદ્ધને વંદન કરે, સાવદ્ય સઘળા પાપગોના કરે પચ્ચકખાણને; જે જ્ઞાન દર્શન ને મહા ચારિત્ર રત્નત્રયી રહે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૮ નિર્મળ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન સહ જે દીપતા, જે પંચ સમિતિ ગુપ્તિયની રયણમાળા ધારતા દશ ભેદથી જે શ્રમણસુંદર ધર્મનું પાલન કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૯ પુષ્કર-કમલના પત્રની શાંતિ નહિ લેપાય છે, ને જીવની માફક અપ્રતિહત વર ગતિએ વિચરે; આકાશની જેમ નિરાલંબન ગુણ થકી જે ઓપલા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૦ તે અખલિત વાયુસમૂહની જેમ જે નિબંધ છે, સંગપિતાંગ ઉપાંગ જેને ગુપ્ત ઈન્દ્રિય દેહ છે; નિઃસંગતાય વિહંગ શી જેના અમૂલખ ગુણ છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૧ ખગી તથા વરશંગ જેવા ભાવથી એકાકી જે, ભારંડ પંખી સરિખા ગુણવાન અપ્રમત્ત છે; વ્રતભાર વહેતા વર વૃષભની જેમ જેહ સમર્થ છે, એવા પ્રભુ અહિતને પંચાંગ ભાવે હું નમું ૨૨
Page #603
--------------------------------------------------------------------------
________________
૫૪
કુંજર સમા શૂરવીર જે છે સિહ સમ નિભ ય થળી, ગંભીશ્તા સાગર સમી જેનાં હૃદયને છે વી; જેના સ્વભાવે સૌમ્યતા છે. પૂર્ણિમાના ચ'દ્રની, એવા પ્રભુ અહિ તને પંચાંગ ભાવે હું નમું. ૨૩ આકાશભૂષણુ સૂર્ય જેવા દ્વીપતા તપ મૈત્રીથી, વળી પૂરતા દિગ‘તને કરુણા ઉપેક્ષા તેજથી; હરખાવતા જે વિશ્વને મુદિતા તથા 'દેશથી, એવા પ્રભુ અહિં તને પંચાંગ ભાવે હું નમું. ૨૪ જે શરદઋતુના જળ સમા નિમાઁળ મનાભાવેા વડે, ઉપકાર કાજ વિહાર જે કરતા વિભિન્ન સ્થળે વિષે; જેની સહનશક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અહિ‘તને પંચાંગ ભાવે હુ નમ્રુ. ૨૫ બહુ પુણ્યના જ્યાં ઉદય છે એવાં ભવિકના દ્વારને, પાવન કરે ભગવત નિજ તપ, ટ્રે અટ્ટમના પારણે; સ્વીકારતા આહાર મેં'તાવીશ યવિહીન જે, એવા પ્રભુ અહિં તને પંચાંગ ભાવે હું નમું. ૨૬ ઉપવાસ મામ્રખમણુ સમાં તપ આકરાં કરતાં વિભુ, વીશસનાદિ આાસને સ્થિરતા ધરે જગના વિભુ; બાવીશ પરીષહુને સહુ'તા ખૂબ જે અદ્ભુત વિભુ, એવા પ્રભુ અહિં તને પંચાંગ ભાવે હુ નમ્રુ. ૨૭ બાહ્ય અભ્યંતર બધા ગૃિહ થકી જે મુક્ત છે, વર ધર્મ પાવક શુકલ ધ્યાને જે સદાય નિમગ્ન છે; જે ક્ષકશ્રેણી પ્રાપ્ત કરતા માહમલ્લ વિદ્યારીતે, એવા પ્રભુ અહિતને પંચાંગ ભાવે હું. નમ્રુ. ૨૮
Page #604
--------------------------------------------------------------------------
________________
જ પૂર્ણ કેવળજ્ઞાન લોકલાકને અજવાળતું, જેના મહા સામર્થ્ય કેરો પાર કો” નવ પામતું; એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંત પંચાંગ ભાવે હું નમું. ૨૯ જે રજત સોના ને અનુપમ રનના ત્રણ ગઢમહીં, સુવર્ણના નવ પદ્મમાં પદમલને સ્થાપન કરી, ચાર દિશા મુખ ચાર ચાર સિંહાસને જે શોભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૦
જ્યાં છત્ર પંદર ઉજજવલાં શોભી રહ્યા શિર ઉપરે, ને દેવ દેવી ચામર વીંઝતા કરઠય વડે દ્વાદશ ગુણા વર દેવવૃક્ષ અશોકથીય પૂજાય છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૧ મહા સૂર્ય સમ તેજસ્વી શોભે ધર્મચક્ર સમીપમાં, ભામંડળે પ્રભુપીઠથી આભા પ્રસારી દિગંતમાં ચોમેર જાનુ પ્રમાણ પુપે અર્થ જિનને અપતાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૨
જ્યાં દેવદુંદુભિ શેષ ગજવે ઘોષણા ત્રણ લોકમાં, ત્રિભુવન તણા સ્વામી તણી સૌએ સુણે શુભ દેશના; પ્રતિબોધ કરતા દેવ માનવ ને વળી તિયચને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૩
જ્યાં ભવ્ય જીવોના અવિકસિત ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંત વાણું દિવ્ય સ્પશે મોહનિદ્રા ટાળતા; ને દેવ દાનવ ભવ્ય માનવ ઝંખતાં જેનું શરણું, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૪
Page #605
--------------------------------------------------------------------------
________________
જે બીજભૂત ગણાય છે. ત્રણ પદ ચતુદશ પૂર્વના,
ઉપનેઈ વા-વિગઈ વા- ધુવેઈ વા” મહાતત્વનાં એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૫ એ ચૌદ પૂના રચે છે સૂત્ર સુંદર સાથે જે, તે શિષ્યગણને સ્થાપતા ગણધર પદે જગનાથ જે. ખે તે ખજાનો ગૂઢ માનવજાતના હિત કારણે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૬ જે ધર્મતીર્થકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કર, મહા તીર્થ સમ એ સંઘને સુર અસુર સહ વંદન કર, મે સર્વ પ્રાણભૂત સર્વશું કરુણ ધર, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૭ જેને નમે છે ઇંદ્ર વાસુદેવ ને બળભદ્ર સૌ, જેનાં ચરણને ચક્રવર્તી પૂજતા ભાવે બહુ જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હણ્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૮ જે છે પ્રકાશક સૌ પદાર્થો જડ તથા ચૈતન્યના, જે શુકલ લેયા તેમે ગુણસ્થાનકે પરમાતમા; જે અંત આયુષ્ય કર્મને કરતા પરમ ઉપકારથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૯
કાગ્ર ભાગે પહોંચવાને યોગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધનાં સુખ અર્પતી અંતિમ તપસ્યા જે કરે, * ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય.
Page #606
--------------------------------------------------------------------------
________________
૫૭
જે ચૌદમા ગુણસ્થાનકે સ્થિર પ્રાપ્ત શૈલેશીકરણું, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું, ૪૦ હર્ષ ભરેલા દેવનિર્મિત અ'તિમ સમવસરણે, જે શાલતા અષ્ઠિ'ત પરમાત્મા જગત ઘર માંગળું; જે નામના શુભ સ્મરણથી વિખાય વાદળ દુઃખનાં, એવા પ્રભુ અહિ‘તને પૉંચાંગ ભાવે હું નમ્રુ. ૪૧ જે ક્રમના સ'ચાગ વળગેલા અનાદિ કાળથી, તેથી થયા જે મુક્ત પૂણ્ સર્વથા સદ્ભાવથી, રમમાણુ જે નિજ રૂપમાં છે સવ જગતનું હિત કરે, એવા પ્રભુ અહિ તને પચાંગ ભાવે હું નમું. ૪૨ જે નાથ ઔદારિક વળી તેજસ તથા કામણ તનુ, એ સર્વને છેડી અહિ પામ્યા પરમ પદ શાશ્વતુ; જે શગ દ્વેષ જળ ભર્યા સમ્રારસાગરને તર્યાં, એવા પ્રભુ અહિં તને પ'ચાંગ ભાવે હું નમું. ૪૩ નિર્વિઘ્ન સ્થિર ને અચલ અક્ષય સિદ્ધિગતિના નામનું, છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી નહિ પુનઃ વાપણું';
એ સ્થાનને પામ્યા અન'તા ને વળી જે પામશે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું, ૪૪ આ તેંત્રને પ્રાકૃત ગિરામાં વધુ બ્યુ. ભક્તિભળે, અજ્ઞાત ને પ્રાચીન મહામન ક।' મુનીશ્વર બહુશ્રુતે; પદ પદ મહી. જેના મહાસામર્થ્યની સેવા કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું, ૪૫
Page #607
--------------------------------------------------------------------------
________________
ધર
જે ‘નમસ્કાર સ્વાધ્યાય'માં પ્રેક્ષી હૃદય બાદ બન્યું, શ્રીચ'દ્ર નાચા ગ્રંથ લઈ મહાભાવનું શમણુ' મળ્યું; કીધી કરાવી અલ્પ શક્તિ હૈ'શનું... તમણુક ફળ્યું, એવા પ્રભુ અહિ‘તને પ'ચાંગ ભાવે હું નમું', ૪૬ જેના ગુણાના સિ'ધુનાં બે ભિ'દુ પણ જાણુ' નહિ, પણ એક શ્રદ્ધા દિલ મહી' કે તે સમુ' કાઢે નહિ; જેના સહારે ક્રાડ તયિ! મુક્તિ મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું, ૪૭
જે નાથ છે ત્રણ ભુવનના કરુણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં સદભાવની સરણી વડે; આપે વચન ‘શ્રી ચ'' જગને એ જ નિશ્ચય તારશે, મેવા પ્રભુ અહિં તને પચાંગ ભાવે હુ નમ્રુ. ૪૮
નાથ:-પરમાત્માની સ્તવના કરવા માટે અહી સૌ કોઈ સમજી શકે તેવી રીતે સરળ કાવ્યામાં શ્રી અરિહંત વંદનાવલીના ૪૮ કાવ્યા જી કરવામાં આવ્યા છે. આ વન્દના સ્રીના નિત્ય નિયમિત પાઠ દ્વારા ઉપાસકમાં શ્રી અરિહ'તદેવના સદ્ભૂત ગુાને જાણવાની, પારખવાની અને આત્મસાત્ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ શકે તેવી ઘણી સામગ્રી તેમાં રહેલી છે. તેનાથી આંતઃકરણમાં ભક્તિભાવની વૃદ્ધિ અને સ્થિરતાની પ્રાપ્તિ થતાં, છેવટે આત્મા ધર્મ માગે આગળ વધી કલ્યાણમાગ માં પ્રગતિ કરી શકે છે,
* શિવમસ્તુ સર્વજ્ઞાતઃ
Page #608
--------------------------------------------------------------------------
_