Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni
Catalog link: https://jainqq.org/explore/009126/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ jainology આગમસાર આગમસાર–પૂર્વાર્ધ(ભાગ-૧) 16.3 (જેન આગમ સારાંશ કર્મ ગ્રંથ સહિત) Jainology part 1 મૂળ હિંદીમાં તિલોકમુનિજી. T આજથી પૂર્વે જીવે ધર્મકરણી તો કરી, પણ કાં તો નર્ક અને સંસારના દુઃખોથી ભય પામીને અથવા દેવગતિ અને મોક્ષના સુખો પામવા, પ્રાથમિક અવસ્થામાં આ કારણો હોવા સમજાય છે.પરંતુ બધા જીવો પર અનુકંપા અને અજીવ પુદગલ જગત પર અનાસકતિ જ જ્ઞાન નું પરિણામ છે. ત્યાર પછી મુકતિ જીવને સ્વભાવથી જ પ્રાપ્ત થઈ જાય છે. અનુકંપા એ સમકિતનું મૂળભૂત લક્ષણ છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 2 સુખડનો ભારો ઉપાડીને ચાલનારો ગદર્ભ જેમ તેની શીતળતા કે સુગંધને પામી શકતો નથી. તેવી રીતે ક્રિયા–આચરણ–ચારિત્ર–ઉપયોગ વિનાનુ જ્ઞાન જીવને ફળદાયી થતું નથી . HE F અભ્યાસ ૪ પ્રકારે હોય છે. ૧. પુસ્તકોનું વાંચન. ૨. શિક્ષક દ્વારા તેનું વિવેચન. ૩. વિધાર્થી અને શિક્ષક નાં પરસ્પર પ્રશ્નોતર. જેથી વિધાર્થી નહિં સમજાયેલ વસ્તુ વિસ્તારથી સમજી શકે.તથા શિક્ષક વિધાર્થીની પ્રગતિ અને બુધ્ધિમતા જાણી શકે. ૪. પ્રયોગશાળા કે કાર્યશાળા . જયાં જાત અનુભવથી જ્ઞાન પૂર્ણ અને ઉપયોગી થાય. ધર્મ તો ક્ષેત્રજ અનુભવનો છે. અહિં સાબીતી અને પ્રમાણ તરીકે અનુભવ જ મુખ્ય છે. અનુભવથી જ શ્રધ્ધા દ્રઢ થાય છે. . F : સુચના : ભેજ કે ધૂળ વાળી જગ્યામાં પુસ્તકો નહિં મુકવા. કપૂરની ગોળી સાથે પ્લાસ્ટીકની થેલીમાં વિંટાળીને મુકવા. વધુ માટે વાંચો આલંબન અને પુસ્તકો. પાના નં ૩૧૧. આવૃતિ: માર્ચ ૨૦૧૬. સંક્ષિપ્તિકરણ : સતીશ સતરા . ગામ ગુંદાલા . અનુમોદના : માતુશ્રી સુંદરબાઇ જીવરાજ શીવજી છેડા. ગામ : મોખા (મુંબઇમાં : વિલેપાર્લે) સંપર્ક :- મુલુંડ(ઈસ્ટ), સતીશ લાલજી કુંવરજી સતરા . ગામ – ગુંદાલા . ૦૯૯૬૯૯૭૪૩૩૬. ભૂલ–ચૂક અને સુધારા માટે ના સુચનો જણાવવા વિનંતી . પ્રભાવના માટે કોપીઓ મળશે. સંપર્ક કચ્છમાં : – શ્રી લાલજી પ્રેમજી ગાલા . ગામ ઃ સાડાઉ (ઠે : સમાધાન બંગલો ) ૦૯૪૨૯૧૨૩૫૫૬. Page #3 -------------------------------------------------------------------------- ________________ jainology | ક્રમ ૧ ૨ ૩ ૪ ૫ ૭-૧૧ સ્વાધ્યાય પ્રિયોએ અસ્વાધ્યાય સંબંધમાં પણ હંમેશા સાવધાની રાખવાની ફરજનું આવશ્યક રૂપથી પાલન કરવું જોઇએ. યાદ રાખવાનું કે આ કર્તવ્ય ફક્ત અર્ધમાગધી ભાષાવાળા કાલિક તેમજ ઉત્કાલિક સૂત્રોનાં મૂળ પાઠની અપેક્ષાએ છે. આવશ્યક સૂત્ર(પ્રતિક્રમણ સૂત્ર)ને માટે અસ્વાધ્યાય સંબંધી કોઈ કર્તવ્ય નથી. તેમજ સૂત્રોની વ્યાખ્યા, ભાષાન્તર, અર્થ ચિંતન, વાંચન તેમજ અન્ય સંવર પ્રવૃત્તિ વગેરેને માટે પણ અસ્વાધ્યાય સંબંધી કોઈ નિયમ લાગુ પડતો નથી. વિષય-સૂચિ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ આગમસાર–પૂર્વાર્ધ(ભાગ.૧) વિષય જ્ઞાતા ધર્મકથા ઉપાસક દશા અંતગડ દશા અનુત્તરોપપાતિક 3 વિપાક રાજપ્રશ્નીય નિરયાવલિકા વર્ગ પંચક પ્રથમ વર્ગ – નિરયાવલિકા (કપ્પિય) વર્ગ બીજો – કલ્પાવતંસિકા વર્ગ ત્રીજો – પુષ્પિકા ચતુર્થ વર્ગ – પુષ્પચૂલિકા પંચમ વર્ગ – વૃષ્ણિક દશા ઉત્તરાધ્યયન આચારાંગ (પ્રથમ શ્રુતસ્કંધ) આચારાંગ (દ્વિતીય શ્રુતસ્કંધ) સૂત્રકૃતાંગ આવશ્યક દશવૈકાલિક પરિશિષ્ટ :–સાધુ જીવનમાં દન્તમંજન ઠાણાંગ સમવાયાંગ ૧૭ ૧૮ ૧૯ પ્રશ્નવ્યાકરણ ૩૩ જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકઆચાર (પિંડ નિર્યુકતિ ) તેત્રીસ બોલ વિસ્તાર ૨૪૮ ૨૫૧ ૨૫૫ ૨૬૩ તપ સ્વરૂપ ધ્યાન સ્વરૂપ આત્મશાંતિનો સાચો માર્ગ, ૨૦ દશાશ્રુત ૨૧ ૨૨ બૃહત્કલ્પ વ્યવહાર પરિશિષ્ટઃ દંત—મંજન ઃ ઉત્સર્ગ–અપવાદ અને વિવેક જ્ઞાન અનુકંપામાં દોષના ભગ્નનું નિવારણ અસ્વાધ્યાયનો વિવેક તેમજ સત્યાવબોધ પાંચ વ્યવહાર મુનિદર્શનની પહેલાં : શ્રાવકની પ્રથમ કક્ષા પાના નં. ૫ ૨૬ ૩૪ ૫૭ ૫૮ == ૭ ૭ ૭૮ ૭૮ ८० ૮૧ ૮૨ ૧૦૨ ૧૧૧ ૧૧૭ ૧૨૮ ૧૮૭ ૧૯૬ ૨૦૦ ૨૧૬ ૨૨૭ ૨૪૩ આગમસાર ૨૭૩ ૨૮૨ ૨૯૩ ૨૯૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ - જે નું i j શ્રાવક–શિક્ષા પુણ્યથી પ્રાપ્ત થયેલી ઋદ્ધિનો ગર્વ ન કરવો. ગમે તેટલી સમૃદ્ધિ અથવા પ્રવૃત્તિ હોય તો પણ શ્રાવકનાં ૧૨ વ્રત સ્વીકારવામાં પ્રમાદ ન કરવો. મહિનામાં છ પૌષધ વ્રત અંગીકાર કરવાના લક્ષ્ય, તેની શરૂઆત ભલે મહિનામાં બે પૌષધ વ્રતથી થાય, પરંતુ છ પૌષધ વ્રત અંગીકાર કરવાનું લક્ષ્ય રાખવું. ઘરના પ્રત્યેક સદસ્યો – માતા, પિતા, પતિ, પત્ની આદિને પણ યોગ્ય પ્રેરણા આપી બાર વ્રતધારી શ્રાવક બને તેવા સમ્ય પ્રયત્નો કરવા. સાંસારિક જવાબદારી ગમે તેટલી વિશાળ હોય તો પણ યોગ્ય સમયે તેનાથી નિવૃત્તિ લઈ, વિશિષ્ટ સાધનાનું લક્ષ રાખવું. મોતની ઘડી સુધી સાંસારિક વ્યવહારોમાં પ્રતિબદ્ધ ન રહેવું. દુઃસહ્ય પરિસ્થિતિ અને સંકટના સમયે પણ ધર્મશ્રદ્ધા અને ધર્માચરણમાં દ્રઢ શ્રદ્ધા જાળવી રાખવી. ચમત્કારોમાં ફસાવું નહિ. કોઈપણ ધર્મી વ્યક્તિ પર સંકટ આવે તો પણ ધર્મ-શાસનની શ્રદ્ધા, પ્રરૂપણામાં પૂર્ણ વિવેક રાખવો. કોઈ પ્રકારના નિરાશા ભર્યા વાક્યો ન બોલવા. ચમત્કાર થવો તે ધર્મનું ફળ નથી. સમભાવની પ્રાપ્તિ જ ધર્મનું સાચું ફળ છે. જીવનમાં પૂર્ણ ધાર્મિક(સંવર, તપોમય) જીવન જીવવાની વય-મર્યાદા નક્કી કરી લેવી. ગુણાનુરાગી બનવું, દોષો જોવાથી અળગા રહેવું. ગુણ વિકાસ, તપ વિકાસ, જ્ઞાન વિકાસ, સાથે વિનય વિવેકમાં પણ વૃદ્ધિ કરવી. k j v $ ૧૦. ૧૧. ૧૨. શિક્ષા-વાક્ય શબ્દોને ન જુઓ, ભાવોને જુઓ. એકાંતવાદમાં ન જાઓ, અનેકાંતવાદથી નિરીક્ષણ ચિંતન કરો. અવગુણની ચર્ચા ન કરો, ગુણ ગ્રહણ કરો. કાદવમાં પત્થર મારવાથી ફક્ત છાંટાજ મળે છે. પરંપરાઓના દુરાગ્રહમાં ન ફસાઓ. ઉદાર હૃદયી બનીને નૂતન તત્ત્વોનું અનુપ્રેક્ષણ કરો. સમભાવ અને સમાધિભાવોને ન ગુમાવો. ઉત્કૃષ્ટ ત્યાગમાં પણ ધર્મ વિવેક રાખવો આવશ્યક છે. અનુકંપા એ સમકિતનું મુખ્ય લક્ષણ છે, એનો નિષેધ કરાય નહીં. હિંસા અને આડંબરની પ્રવૃત્તિઓ ધર્મનથી પણ ધર્મની વિકૃત પરંપરાઓ છે. તે તજવા યોગ્ય છે. અખૂટ સમભાવની ઉપલબ્ધિ થવી તે જ ધર્મ સાધનાઓની સાચી સફળતા છે. ક્યાંય પણ, કોઈ સાથે કર્મ બંધ ન કરવો, સમભાવોને જાળવી રાખવા, એ જ જ્ઞાનનો સાર છે. ક્રોધ અને ઘમંડને સર્વથાતિલાંજલિ દેતા રહો. ભાવોની શુદ્ધિ તથા હૃદયની પવિત્રતા એજ સાધનાનો પ્રાણ છે. * ચિંતન-કણ સમભાવની પ્રાપ્તિ અને તે દ્વારા અખૂટ આત્મ-શાંતિ પામવી, એ જ શ્રાવક જીવન અને સંયમ જીવનનું મુખ્ય લક્ષ્ય છે. સમભાવ અને આત્મ-શાંતિની પ્રાપ્તિ થવી એ જ સમસ્ત ધર્મ સાધનાઓનું શ્રેષ્ઠ ફળ છે. કોઈ વ્યક્તિઓના સંયોગથી અને કોઈ પણ ઉપસ્થિત વિકટ પરિસ્થિતિમાં જો સમભાવ અને શાંતિ સ્થિર રહે (ચલિત ન થાય), ત્યારે જ સમજવું જોઇએ કે આપણે ધર્માચરણનો સાચો આનંદ મેળવ્યો છે. અને આપણી ધર્મકરણી ધર્માચરણ સફળ છે. પરિસ્થિતિ અને (કપરા) સંયોગ માં જેનો સમભાવ અને શાંતિ ભંગ થાય છે, તેમણે આત્માનંદ નથી મેળવ્યો. શ્રાવક બહુશ્રુત બની શકે છે. જેમ રોગ મટાડવા દવાનું સેવન વારંવાર કરવામાં આવે છે. તેમ કર્મ રૂપી રોગ મટાડવા શાસ્ત્રોનું વાંચન વારંવાર કરવું જોઈએ. સ્વાધ્યાયનો સમય અને અનુકુળતા છતાં સ્વાધ્યાય ન કરવો એજ તો જ્ઞાનનો અતિચાર છે. જે પરિક્ષા આપી નાપાસ થયો તે વિધાર્થી, જેણે પરિક્ષા આપવાની કોશીશ જ નથી કરી તેના કરતાં અપ્રમાદિ છે દસ દુર્લભ માં એક, શાસ્ત્રો નું શ્રવણ (કે વાંચન) પણ છે, જે જીવ મહા ભાગ્યથી પામે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસાર jainology જ્ઞાતા ધર્મકથા સૂત્ર પરિચય :- જ્ઞાતા ધર્મકથા સૂત્ર ગણધરકૃત છઠું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુત સ્કંધમાં કેટલીક કથાઓ ઐતિહાસિક છે તો કેટલીક કથાઓ કલ્પિત છે. આ બધીજ કથાઓનો ઉદ્દેશ વિવિધ પ્રતિબોધ, પ્રેરણા અથવા શિક્ષા દેવાનો છે. જેથી મુમુક્ષુ સાધક સરળતાથી આત્મ ઉત્થાન કરી શકે. આ કથાઓમાં શ્રદ્ધાનું મહત્વ, આહાર કરવાનો ઉદ્દેશ, અનાસક્તિ, ઇન્દ્રિય વિજય, વિવેકબુદ્ધિ, ગુણવૃદ્ધિ, પુગલ સ્વભાવ, કર્મ વિપાક, ક્રમિક વિકાસ, કામભોગોનું દુષ્પરિણામ, સહનશીલતાના માધ્યમથી સંયમની આરાધના-વિરાધના અને દુર્ગતિ-સદ્ગતિ આદિ વિષયો ઉપર સરળ ભાષામાં પ્રકાશ પાડ્યો છે. આ કથાઓ વાદ-વિવાદ કે મનોરંજન માટે નથી પણ જીવન ઉત્થાનને માટે ચિંતન-મનન કરવા યોગ્ય છે. દ્વિતીય શ્રુતસ્કંધમાં સંયમ સાધના કરીને દેવલોકમાં જનારી ૨૦૬ સ્ત્રીઓનું વૃત્તાંત છે. બધી સ્ત્રી પર્યાયમાં સંયમ સ્વીકાર કરી દેવીના રૂપમાં ઉત્પન્ન થઈ છે. દેવ ભવ પછી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી સંયમની શુદ્ધ આરાધના કરી મુક્તિ મેળવશે. આ પ્રમાણે આ છઠું અંગસૂત્ર કથાપ્રધાન છે. સામાન્ય જન માટે રોચક આગમ છે. જીવન નિર્માણ માટે અનેક પ્રેરણાઓનો ભંડાર છે. વધુ વિશેષતા એ છે કે અહીં કહેવામાં આવેલી બધી જ પ્રેરણાઓ સાધુ-સાધ્વી તથા શ્રમણોપાસક બને વર્ગને ઉપયોગી છે. પ્રથમ શ્રુતસ્કંધના ૧૯ અધ્યયન છે. દ્વિતીય શ્રુતસ્કંધના દશ વર્ગ છે અને તેના કુલ ૨૦૬ અધ્યયન છે. સંપૂર્ણ સૂત્ર ૫૫૦૦ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. આ સૂત્રમાં શિક્ષાપ્રદ દષ્ટાંત તથા ધર્મકથાઓ હોવાથી તેનું નામ "જ્ઞાતા ધર્મકથા" સૂત્ર રાખવામાં આવ્યું છે. સંક્ષિપ્તમાં તેને જ્ઞાતાસૂત્ર પણ કહેવામાં આવે છે. પ્રથમ શ્રુતસ્કંધ પ્રથમ અધ્યયન - મેઘકુમાર પચ્ચીસસો વર્ષ પૂર્વે રાજગૃહી નામના નગરમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલણા-ધારિણી આદિ અનેક રાણીઓ હતી. ઔપપાતિક સૂત્ર આદિમાં શ્રેણિકની કુલ પચીસ રાણીઓનું વર્ણન આવે છે. એકદા સમય ધારિણી રાણીને સ્વપ્ન આવ્યું, જેમાં તેણીએ જોયું કે આકાશમાંથી એક સુંદર હાથી ઉતરીને તેના મુખમાં પ્રવેશ ક્ય. જેના ફલસ્વરૂપે એક પુણ્યાત્મા ગર્ભમાં આવ્યો. ગર્ભકાળના ત્રીજે મહીને દોહદ ઉત્પન્ન થયો. જેથી તીવ્ર ઇચ્છા થઈકે વરસતા વરસાદમાં, હરિયાળી યુક્ત પ્રાકૃતિક દશ્યમાં રાજા શ્રેણિકની સાથે નગર અને ઉપવનમાં એશ્વર્યનો આનંદ ભોગવતી વિતરું. પ્રકૃતિની ભવ્યતા કોઈપણ માનવીના હાથમાં નથી હોતી. અસમયમાં ઉત્પન્ન થયેલો દોહદ પૂર્ણ ન થવાથી રાણી ચિંતિત રહેવા લાગી અને ઉદાસીન થઈ ગઈ. અંતે બુદ્ધિનિધાન અભયકુમારે અઠ્ઠમ તપ કરી મિત્રદેવનું સ્મરણ કર્યુ અને તેના સહયોગથી મનોકામના પૂર્ણ થઈ. યથાસમયે ધારિણીને પુત્ર જનમ્યો જેનું નામ મેઘકુમાર રાખવામાં આવ્યું. આઠ વર્ષ વીત્યા પછી તેને કલાચાર્ય પાસે અભ્યાસ કરવા મોકલ્યો ત્યાં તેણે પુરુષની ૭ર કળાઓનું જ્ઞાન મેળવીને તેમાં નિષ્ણાત થયો. યુવાન થતાં આઠ રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. આ પ્રમાણે પ્રાપ્ત ઋદ્ધિનો ઉપયોગ કરતાં મેઘકુમાર વિચરવા લાગ્યો. મેઘકુમારની દીક્ષા:- ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા. ધર્મસભા એકઠી થઈ. મેઘકુમાર પણ ઉપસ્થિત થયા. વૈરાગ્ય ભરપૂર ઉપદેશ સાંભળી મેઘકુમાર સંસારના ભોગોથી વિરક્ત થયા. માતા-પિતા પાસે અનુમતિ માંગી, માતા-પિતાએ તેમને ખૂબ સમજાવ્યા છતાં તે વૈરાગ્યમાં દઢ રહયા. અંતે તેમણે દિક્ષાની આજ્ઞા આપી. રાજકુમારે સંપૂર્ણ રાજવૈભવ તથા પરિવારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. પ્રથમ રાત્રે જ શ્રમણોના ગમનાગમન આદિથી ક્ષણમાત્ર પણ ઉંઘ ન આવી, જેથી તેનું મન સંયમથી ચલ-વિચલ થયું. અંતે સવાર થતાં જ ભગવાન પાસે જઈ સંયમ ત્યાગનો નિર્ણય મનોમન કરી લીધો. પ્રાતઃકાલે ભગવાન સમીપે ગયા. વંદન નમસ્કાર કરી ઊભા રહયા ત્યાં જ પ્રભુએ તેમના સંપૂર્ણ મનોગત સંકલ્પને જાહેર કરી કહ્યું કે તમે તે જ આશયથી મારી. પાસે આવ્યા છો? મેઘમુનિએ ભગવાનના વચનોનો સ્વીકાર ર્યો. ભગવાને પ્રતિબોધ માટે તેમનો પૂર્વભવ કહ્યો. પૂર્વભવઃ- હે ત્રીજા ભવમાં સમરપ્રભ નામનો હાથી હતો. એક હજાર હાથી–હાથણીઓનો નાયક હતો. નિર્ભય થઈ ક્રિીડા કરી રહયો હતો. તારી વૃદ્ધાવસ્થામાં જેઠ મહિનામાં જંગલમાં ભયંકર દાવાનળ પ્રગટ્યો. જંગલના અનેક પ્રાણીઓ ત્રાસી ભાગવા લાગ્યા. તે સમયે હે મેઘ! તું ભૂખ તરસથી આકુળ-વ્યાકુળ થઈ સરોવર તટે પહોંચ્યો. પાણી પીવાની આશાએ સરોવરમાં ઉતર્યો પણ તેમાં બહુ કીચડ હોવાથી ફસાઈ ગયો. જેમ જેમ બહાર નીકળવાનો પ્રયત્ન કરતો ગયો તેમ તેમ વધુને વધુ ખેંચતો ગયો. તે વખતે કોઈ યુવાન હાથી ત્યાં આવ્યો જેને તે તારા ઝૂંડમાંથી હરાવીને કાઢી મૂક્યો હતો. તેને જોતાંજ તે ક્રોધથી ભભૂકી ઉઠ્યો. દાંતથી ભયંકર પ્રહાર કરી લોહીલુહાણ બનાવી તારો બદલો લીધો. તે સમયે તને અસહ્ય વેદના થઈ. હે મેઘ! આવી અસહ્ય—પ્રચંડ વેદનામાં તે સાત દિવસ–રાત્રિ પસાર કરી, મૃત્યુ પામી મેરુપ્રભ નામનો હાથી બન્યો. કાળાંતરે તે મેરુપ્રભ હાથી પણ યૂથપતિ બન્યો. એક વખત ગરમીના દિવસોમાં જંગલમાં દાવાનળ લાગ્યો. બધા પ્રાણી જયાં ત્યાં ભાગવા લાગ્યા. મેરુપ્રભ તે દાવાનળને જોઈ વિચારમાં પડી ગયો. જાતિસ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવનું સ્મરણ થયું. વારંવાર થતી આ આપત્તિથી બચવા તેણે ઉપાય શોધી કાઢયો. દાવાનળ શાંત થયો. વનમાં બીજા પશુઓની સહાયતાથી એક મોટું મેદાન સાફ કે જેમાં કિંચિત્ત માત્ર ઘાસ ન હોય. જેથી જંગલના તમામ પશુઓ થોડો સમય ત્યાં રહી દાવાનળથી સુરક્ષા પ્રાપ્ત કરી શકે. એક વખત જેઠ મહિનામાં ફરીને જંગલમાં આગ લાગી. સાફ કરેલું આખું મેદાન પ્રાણીઓથી ભરચક ભરાઈ ગયું. હે મેઘા તું પણ મેરુપ્રભ હાથીના રૂપમાં ત્યાં ઊભો હતો. અચાનક ચળ (ખંજવાળ) આવવાથી તે પગ ઊંચો કર્યો. સંયોગોવસાત્ સસલું તારા પગની નીચેની ખાલી થયેલી જગ્યામાં બેસી ગયું. સસલાને જોઈને હે મેઘા અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી તેં તારો પગ ઊંચેજ રાખ્યો. અનુકંપાના શ્રેષ્ઠ પરિણામોથી સંસાર પરિત્ત Page #6 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ ક્યો. અઢી દિવસ બાદ અગ્નિ શાંત થયો. બધા પશુઓ ચાલ્યા ગયા. સસલું પણ ગયું ત્યારે હે મેઘા તે પગ નીચે મૂકવાનો પ્રયત્ન ર્યો. પરંતુ જકડાઈ જવાના કારણે પગ ધરતી ઉપર ન મૂકાણો. વધુ પ્રયત્ન કરવા જતાં તું પડી ગયો. તે વખતે તારી ઉંમર ૧૦૦ વર્ષની હતી. વૃદ્ધાવસ્થાથી જર્જરિત દેહમાં ત્રણ દિવસ પ્રચંડ વેદના રહી. અસહ્ય વેદનાને કારણે મેરુપ્રભ હાથીએ મનુષ્યના આયુષ્યનો બંધ ર્યો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તે શ્રેણિક રાજાના ઘરે જન્મ લીધો છે. ત્યાર પછી હે મેઘ! તે મારી પાસે દીક્ષા લીધી. પ્રભુનું ઉદ્ધોધન : હે મેઘ! પશુની યોનિમાં પરવશપણે વૃદ્ધાવસ્થામાં ભૂખ તરસથી વ્યાકુળ બની બીજા યુવાન હાથથી કરાયેલા પ્રહારોની વેદનાને સાત દિવસ સુધી સહન કરી અને ત્યારબાદ મેરુપ્રભ હાથીના ભવમાં પ્રાણીની રક્ષા માટે અઢી દિવસ નિરંતર એક પગ ઊંચો રાખી ઊભો રહયો. ઘોરઅતિઘોર વેદના એક જીવની રક્ષા માટે પશુયોનિમાં સહન કરી, તો હે મેઘ! હવે તું મનુષ્ય શરીર હોવા છતાં પણ નિર્ચન્દમુનિઓના આવાગમન અને સ્પર્શ આદિનું કષ્ટ એક દિવસ પણ સહન ન કરી શક્યો અને સંકલ્પ વિકલ્પોમાં રાત પસાર કરી સંયમ ત્યાગવાનો વિચાર કરી મારી પાસે ઉપસ્થિત થયો છે? હે મેઘ વિચાર કર. વિચાર કર અને સંયમમાં સ્થિર થા ભગવાન પાસેથી હૃદયદ્રાવક પૂર્વભવનું શ્રવણ કરી મેઘને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જોયો. હૃદય પલટો થયો. તેનો વૈરાગ્ય–ઉત્સાહ અનેકગણો વધી ગયો. વંદના કરી, ભૂલની ક્ષમા માગી અને પુનઃ સંયમમાં સ્થિર થઈ ગયા. મેઘમુનિની પુનઃ દીક્ષા – પોતાની દુર્બળતાનો પશ્ચાતાપ કરતાં પ્રાયશ્ચિતના રૂપમાં મેઘકુમારે પુનઃ દીક્ષા ગ્રહણ કરતાં સંકલ્પ ર્યો કે મારી બે આંખની રક્ષા સિવાય સંપૂર્ણ શરીર મુનિઓની સેવામાં સમર્પિત રહેશે. સંયમ જીવનમાં મેઘમુનિએ અનેક પ્રકારના તપનું આચરણ ક્યું. ભિક્ષુ પડિમા તથા ગુણરત્ન સંવત્સર તપ ક્યું. અગિયાર અંગનું જ્ઞાન કંઠસ્થ ક્યું. અંતે સંલેખનાસંથારો કરી સમાધિ પણે કાળધર્મ પામી અનત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સંપૂર્ણ કર્મનો ક્ષય કરશે. આ અધ્યયનના મૂળ પાઠમાં રાજાની વ્યાયામ વિધિ, સ્નાનવિધિ, સ્વપ્ન પાઠક, દોહદ, મેઘમયપ્રાકૃતિક દશ્ય, ૭૨ કળા, વિવાહ મહોત્સવ, દીક્ષાની આજ્ઞા પ્રાપ્તિ, દીક્ષા મહોત્સવ, ભગવાનના સમવસરણમાં પધારવાનું વર્ણન, પૂર્વભવની ઘટના આદિનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. અનુત્તરોપપાતિક અંગ સૂત્રમાં પણ મેઘકુમારનું તપોમય જીવન અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાનું વર્ણન છે. પ્રેરણા – શિક્ષા : (૧) જીવે અનેક ભવોમાં વિવિધ વેદનાઓ સહન કરી છે. તેથી મનુષ્યભવ પામીને ધર્મસાધના કરતાં કષ્ટો આવે તો ગભરાવું નહિ. (૨) પશુ અને મનુષ્યને પૂર્વભવનું સ્મરણ થઈ શકે છે. (૩) પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતની શ્રદ્ધા રાખવી જોઈએ. (૪) દુઃખદ પરિસ્થિતિમાં પણ વિવેકપૂર્ણ આવશ્યક કર્તવ્યથી દૂર થવું ન જોઈએ. (દા.ત. મેઘકુમાર. સંયમમાં અસ્થિર થવા છતાં પ્રથમ ભગવાનની પાસે નિવેદન કરવા ગયા.) (૫) કોઈને પણ માર્ગથી પતિત થયેલો જાણી કુશળતાપૂર્વક તેને માર્ગમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંત નિદા–અવલેહના–તિરસ્કાર આદિ નિંદનીય પ્રવૃત્તિઓનું આચરણ ક્યારેય ન કરવું. પોતાની ભૂલોનો પશ્ચાતાપ કરી તેને સુધારી લેવી જોઇએ; પણ છુપાવવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. અનુકંપા અને દયાભાવ આત્મ ઉન્નતિનો ઉત્તમ ગુણ છે. તેને સમકિતનું લક્ષણ કહેવામાં આવ્યું છે. પ્રસિદ્ધ આધ્યાત્મિક કવિ તુલસીદાસજીના શબ્દોમાં "દયા ધર્મકા મૂલ હૈ". ઉક્ત કથાનકમાં હાથી જેવા પશુએ પણ દયાભાવથી સંસાર પરિત્ત કરી મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી લીધી. હૃદયની સાચી અનુકંપા અને દઢ સંકલ્પનું આ પરિણામ છે. આત્મા અનંત શાસ્વત તત્વ છે : રાગદ્વેષ આદિ વિકારોથી ગ્રસ્ત હોવાના કારણે વિભિન્ન અવસ્થામાં જન્મમરણ કરે છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાનું નામ જ સંસાર છે. ક્યારેક આત્મા અધોગતિના પાતાળમાં તો ક્યારેક ઉચ્ચગતિના શિખરે પહોંચી જાય છે. તેનું મૂળ કારણ આત્મા જ છે. સંયોગ મળતાં આત્મા જ્યારે પોતાના સ્વરૂપને સમજી લે છે, ત્યારે અનુકૂળ પુરુષાર્થ કરી, વિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શાશ્વત સુખનો સ્વામી બની જાય છે. મેઘકુમારના જીવનમાં પણ આ ઘટના થઈ. હાથીથી માનવ, પછી મુનિ, તત્પશ્ચાતુ દેવ બની અને ક્રમશઃ પરમાત્મપદને પ્રાપ્ત કરશે. (૯) “સંયમથી મેઘમુનિનું ચિત્ત ઉઠી ગયું.” આ અધ્યયનનો મુખ્ય વિષય છે. ભગવાન દ્વારા પૂર્વભવ સાંભળી સંયમમાં સ્થિર કરવાના પ્રેરક વિષયનું મૂળ નિમિત્ત પણ આ જ છે. તેથી અધ્યયનનું નામ મેઘકુમાર ન રાખતા 'ઉખિત્તનાય' રાખવામાં આવ્યું છે. અધ્યયન – ૨.ધન્યશેઠ અને વિજય ચોર...સંગાટ (રૂપક કથા) રાજગૃહી નગરીમાં ધન્ય સાર્થવાહ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું. ધન્ય સમૃદ્ધિશાળી, પ્રતિષ્ઠાસંપન્ન હતો પણ નિઃસંતાન હતો. તેની પત્નીએ અનેક દેવતાઓની માન્યતા કરી, સંયોગવશ પુત્રની પ્રાપ્તિ થઈ. દેવી કૃપાનું ફળ સમજી તેનું નામ દેવદત્ત" રાખવામાં આવ્યું. દેવદત્તની સંભાળ રાખવા માટે પંથક નામનો દાસ રાખવામાં આવ્યો. દેવદત્ત કંઈક મોટો થયો. એક દિવસ ભદ્રાએ તેને નવડાવી, અનેક પ્રકારના આભૂ મષણોથી કંગારિત કરી પંથક સાથે દેવદત્તને રમવા મોકલ્યો. પંથક દેવદત્તને એક સ્થાને બેસાડી પોતે અન્ય બાળકોની સાથે રમવા લાગ્યો. (પંથક મોટી ઉમરનો બાળક કે બાળબુધ્ધી ધરાવનાર છે.) તે દરમ્યાન પંથકની ધ્યાન બહાર તે જ નગરનો કુખ્યાત નિર્દય અને નૃશંસ વિજય ચોર ત્યાં આવ્યો અને આભૂષણ સજિજત દેવદત્તને ઉપાડી, પલાયન થઈ ગયો. નગરની બહાર લઈ જઈ તેના આભૂષણો ઉતારી લીધા અને દેવદત્તને નિષ્ણાણ બનાવી અંધારીયા કૂવામાં ફેંકી દીધો. રમતાં રમતાં અચાનક પંથકને દેવદત્ત યાદ આવ્યો. તેને સ્થાન ઉપર ન જોતાં ધ્રાસ્કો પડ્યો. ચારે બાજુ તપાસ કરી પણ દેવદત્ત ક્યાંય ન મળ્યો અંતે રડતો રડતો તે ઘરે ગયો. ધન્ય સાર્થવાહે પણ સઘન તપાસ કરી પણ બાળકનો પત્તો ન લાગતાં નગર રક્ષકની. સહાય માગી. ખૂબ ઊંડી તપાસને અંતે નગર રક્ષકોએ અંધારા કૂવામાંથી બાળકના શબને શોધી કાઢ્યું. શબને જોઈ બધાના મુખમાંથી દુઃખદ શબ્દ નીકળી પડ્યા. પગેરું લેતાં નગર રક્ષકોએ સઘન જાડીઓની વચ્ચે છુપાયેલા વિજયચોરને પકડી લીધો. ખૂબ Page #7 -------------------------------------------------------------------------- ________________ jainology આગમસાર માર મારી, નગરમાં ફેરવી જેલમાં કેદ ક્ય. કેટલાક સમય પછી કોઈ સામાન્ય ગુન્હાની સજા રૂપે ધન્યસાર્થવાહને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. વિજય ચોર અને ધન્ય સાર્થવાહ બન્નેને એક જ બેડીમાં ગોઠવવામાં આવ્યા. સાર્થવાહ પત્ની ભદ્રા ધન્ય સાર્થવાહ માટે વિવિધ ભોજન-પાણી જેલમાં મોકલતી. સાર્થવાહ જ્યારે જમવા બેઠો ત્યારે વિજયે તેમાંથી થોડો આહાર માંગ્યો પણ પુત્ર ઘાતકને આહાર કેમ આપી શકાય? તેથી તેને દેવાનો ઈન્કાર ક્ય. ધન્યને મળ-મૂત્ર વિસર્જન કરવાની બાધા ઉત્પન્ન થઈ. વિજય ચોર અને ધન્ય સાર્થવાહ એક જ બેડીમાં જકડાયેલા હતા. મળ-મૂત્ર વિસર્જન માટે બંનેને સાથે જવું અનિવાર્ય હતું. ધન્ય વિજયને સાથે આવવાનું કહયું તો તે આવેશમાં આવી ગયો. તે બોલ્યો – 'તમે ભોજન ક્યું છે માટે તમે જ જાઓ. હું ભૂખ્યો તરસ્યો છું, મને બાધા-પીડા ઉત્પન્ન નથી થઈ માટે તમે જ જાઓ.' ધન્ય લાચાર બની ગયો. અંતે અનિચ્છાએ પણ વિજય ચોરને ભોજનમાંથી ભાગ આપવાનું વચન આપ્યું. તે સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. બીજે દિવસે પંથક આહાર લઈ જેલમાં આવ્યો. ભોજનમાંથી થોડો ભાગ વિજયને આપતાં જોઈને દુઃખી થઈ ગયો. ઘેરે આવી ભદ્રા સાથેવાહને હકીકત કહી. સાંભળીને ભદ્રાના ક્રોધનો પાર ન રહય. પુત્ર ઘાતક પાપી ચરને ભાંજન દઈ તેનું પાલન પોષણ કરવું તે તેનાથી સહન ન થયું. માતાનું હૃદય ઘોર વેદનાથી વ્યાપ્ત થઈ ગયું. દરરોજ આ ક્રમ ચાલવા લાગ્યો. કેટલોક સમય વીત્યા બાદ ધન્ય સાર્થવાહને કારાગૃહથી મુક્તિ મળી. જ્યારે તે ઘરે પહોંચ્યો તો બધાએ તેનું સ્વાગત કર્યું જ્યારે ભદ્રા પીઠ ફેરવી ઉદાસ થઈ બેઠી રહી. સાર્થવાહ બોલ્યા – ભદ્રા શું હું જેલમાંથી મુક્ત થયો તે તમને ન ગમ્યું? શા માટે વિમુખ બની અપ્રસન્નતા પ્રગટ કરો છો? ઉદ્દેશથી અજાણ ભદ્રાએ કહ્યું– 'મારા લાડકા પુત્રના હત્યારા વૈરી વિજય ચોરને અહીંથી મોકલાતાં આહાર–પાણીમાંથી તમે થોડો ભાગ આપતા હતા, તે જાણી મને પ્રસન્નતા, આનંદ કે સંતોષ ક્યાંથી થાય?' ધન્ય સાર્થવાહને ભદ્રાના કોપનું કારણ મળી ગયું. બધીજ પરિસ્થિતિ સમજાવતાં તેનું સ્પષ્ટીકરણ ક્યું – હે દેવાનુપ્રિય! મેં તેને થોડો ભાગ આપ્યો છે પણ તે ધર્મ, કર્તવ્ય કે પ્રત્યુપકાર સમજીને નહીં પણ ફક્ત મળ મૂત્રની બાધા નિવૃત્તિમાં સહાયક બનવાના ઉદ્દેશથી જ આપ્યો હતો. આ સ્પષ્ટતા સાંભળી ભદ્રાને સંતોષ થયો. તે પ્રસન્ન થઈ. વિજય ચોર પોતાના ઘોર પાપોનું ફળ ભોગવવા નરકનો અતિથિ બન્યો. ધન્ય સાર્થવાહ કેટલાક સમય પછી ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા અંગીકાર કરી, સ્વર્ગવાસી થયા. સારાંશ એ છે કે જેવી રીતે ધન્ય સાર્થવાહ મમતા કે પ્રીતિને કારણે વિજય ચોરને આહાર નથી આપ્યો પણ શારીરિક બાધાની નિવૃત્તિના કારણે આહારનો વિભાગ ર્યો. તે જ પ્રકારે નિર્ચન્દમુનિ શરીર પ્રત્યેની આસક્તિના કારણે તેને આહાર–પાણી ન આપે પણ માત્ર શરીરની સહાયતાથી સમ્યક્ જ્ઞાન-દર્શન–ચારિત્રની વૃદ્ધિ અને તેની રક્ષા માટે તે શરીરનું આહાર આદિથી પાલન પોષણ કરે. પ્રેરણા-શિક્ષાઃ (૧) સાધનાના ક્ષેત્રમાં પ્રબળ બાધક નીવડનાર આસક્તિ છે. આસક્તિ – તે મનોભાવ છે. આત્માને પરપદાર્થ તરફ આકર્ષિત કરે છે; આત્માથી વિમુખ કરે છે. સાધનામાં એકાગ્રતાથી લીન રહેવા માટે આસક્તિનો ત્યાગ કરવો આવશ્યક છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને ઇન્દ્રિયના માધ્યમથી આત્મા જ્યારે ગ્રહણ કરે છે ત્યારે મન તેમાં રાગ-દ્વેષનું વિષ મેળવી દે છે, તેથી આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે. આ પ્રકારનો વિકલ્પ ઉત્પન થાય છે. સમતાભાવ ખંડિત થઈ જાય છે. સમાધિભાવ વિલીન થઈ જાય છે. આવી સ્થિતિમાં સાધક પોતાની મર્યાદાથી ચલિત થઈ જાય છે અને ક્યારેક પતન પણ પામે છે. (૨) આસક્તિના આ ભયને ધ્યાનમાં રાખી શાસ્ત્રકારોએ અનેક પ્રકારે આસક્તિ ત્યાગનો ઉપદેશ આપ્યો છે. આપણી નજર સમક્ષ દેખાતા પદાર્થો ઉપરાંત શરીર પ્રત્યે પણ આસક્ત ન રહેવાનું આગમમાં વિધાન છે યથાઃ ગામે કુલે વા નગરે વા બેસે, મમત્ત ભાવ ન કહિં પિ કુક્કા અવિ અપ્પણો વિ દેહેમ્મિ, નાયરંતિ મમાઈયું છે અર્થ - ભિક્ષુએ ગામમાં, ઘરમાં, નગરમાં કે દેશમાં, કોઈપણ પદાર્થમાં મમત્વ કરવું ન જોઈએ. મુનિજન પોતાના શરીર ઉપર પણ મમત્વ ન રાખે. (૩) શરીર પ્રત્યે મમતા નથી તો આહાર પાણી દ્વારા તેનું સંરક્ષણ શા માટે કરો છો? આ પ્રશ્નના સમાધાન માટે જ આ અધ્યયનની રચના કરવામાં આવી છે. સુંદર ઉદાહરણ દ્વારા તેનું સમાધાન ક્યું છે. શરીર અને આત્મા એક સાથે બંધાયેલા છે. આત્માના ગુણોને હણનારો આ શરીર આત્માના શત્રુ જેવો છે. (૪) કોઈપણ પ્રવૃત્તિનો આશય સમજ્યા વિના ફોગટ ગુસ્સો ન કરવો જોઈએ. જેવી રીતે ભદ્રાએ ધન્યશેઠ ઉપર ક્ય. નમ્રતા પૂર્વક તે વ્યક્તિ પાસેથી જ આશયની જાણકારી મેળવી નિરર્થક કર્મબંધથી બચતા રહેવું જોઈએ. પોતાની એક પક્ષીય બુદ્ધિથી નિર્ણય કરી લેવાની કુટેવને સુધારવી જોઈએ. (૫) ધનસંપતિનો દેખાડો ન કરવો જોઇએ, આથી ઇષ્યા, અદેખાઈ અને ભયનું કારણ થાય છે. વિવેક જ્ઞાન ભૂલીને પોતાના પ્રિય પુત્રને શણગારનાર ધન્ય અને ભદ્રા પુત્રને મોતના મુખમાં પહોંચાડી દે છે. અધ્યયન – ૩ મોરલીના ઈંડા (રૂપક) ચંપા નગરીમાં બે સાર્થવાહ પુત્ર રહેતા હતા, જેમનું નામ જિનદત્ત અને સાગરદત્ત હતું. બને અભિન હૃદયથી મિત્ર હતા. લગભગ સાથે જ રહેતા. દરેક પ્રસંગે સાથે રહેવાનો તેમણે સંકલ્પ ર્યો હતો. પણ માનસિક દશામાં બન્ને ભિન્ન હતા. એક વખત બંને મિત્રો ચંપાનગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં ગયા. ત્યાં ભોજનથી નિવૃત્ત થઈ, ઉદ્યાનમાં પરિભ્રમણ કરવા લાગ્યા. ઉદ્યાનની સમીપે ગીચ જાડીવાળો એક પ્રદેશ 'માલુકાકચ્છ' હતો. તેઓ માલુકાકચ્છ તરફ ગયા ત્યાં જ એક મોરલી ગભરાઈને ઉડી, નજીકના વૃક્ષની શાખા ઉપર બેસી કેકારવ કરવા લાગી. આ દશ્ય જોઈ સાર્થવાહ પુત્રોને આશ્ચર્ય થયું, સાથે સંદેહ પણ થયો. તેઓ આગળ વધ્યા તો ત્યાં મોરલીના બે ઈડા પડ્યા હતા. બનેએ એક-એક ઇંડુ લઈ લીધું. પોતાના ઘરે આવી બીજા ઇડાઓની વચ્ચે મોરલીનું ઈડુ મૂકી દીધું. જેથી મારા પોતાના ઈડાની Page #8 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ સાથે મોરલીના ઈંડાનું પણ પોષણ કરે. શંકાશીલ સાગરદત્તથી રહેવાયું નહિ. વારંવાર તે ઈડાની પાસે જતો અને વિચાર કરતો કે કોણ જાણે આ ઈંડુ ઉત્પન થશે કે નહિ? આ પ્રકારે શંકા, કંખા, વિચિકિત્સાથી ઘેરાયેલા સાગરદત્તે ઈંડાને ઉલટ સુલટ કરવા માંડ્યું. કાન પાસે લાવી તેને વગાડવા લાગ્યો. વારંવાર આમ કરવાથી ઈડુ નિર્જીવ બની ગયું. તેમાંથી બચ્યું ન નીકળ્યું. જિનદત્ત શ્રદ્ધાસંપન્ન હતો. તેણે વિશ્વાસ રાખ્યો. યથાસમયે ઇંડામાંથી બચ્યું નીકળ્યું. જિનદત્ત આ જોઈ ખૂબ હર્ષિત થયો. ને અશ્રદ્ધાનું પરિણામ. જે સાધક મહાવ્રતમાં, છ કાયમાં શ્રદ્ધાવાન થઈ સાધનામાં પ્રવૃત્ત થાય છે તેને આ ભવમાં માન-સન્માન અને પરભવમાં મુક્તિ મળે છે. તેનાથી વિપરીત અશ્રદ્ધાળુ સાધક આ ભવમાં નિંદા-ગહ અને પરભવમાં અનેક પ્રકારના સંકટો, દુઃખો, પીડાઓ અને વ્યથાઓને પ્રાપ્ત કરે છે. પ્રેરણા - શિક્ષા:ત્રીજા અધ્યયનો મુખ્ય સાર છે 'જિન પ્રવચનમાં શંકા, કંખા કે વિચિકિત્સા ન કરવી. ('તમેવ સચ્ચે નસંક જે જિPહિં પવેઈN')અર્થાત્ વીતરાગ અને સર્વ જે તત્વ પ્રતિપાદિત કર્યા છે તે સત્ય છે, તેમાં શંકાને અવકાશ નથી. કષાય અજ્ઞાનને કારણે જ જૂઠું બોલાય છે. આ બે દોષ જેનામાં નથી તેના વચન અસત્ય હોતા નથી. આ પ્રકારની સુદઢ શ્રદ્ધા સહિત સાધનાના પથ પર અગ્રેસર થવાવાળા સાધક જ પોતાની સાધનામાં પૂર્ણ સફળતા મેળવી શકે છે. તેની શ્રદ્ધા જ તેને અપૂર્વ શક્તિ પ્રદાન કરે છે અને બધાજ વિદ્ગો પર વિજય પ્રાપ્ત કરાવે છે. આથી જ સભ્ય દર્શનનું પ્રથમ અંગ અથવા લક્ષણ ''નિઃશંકિતતા" કહયું છે. આનાથી ઉલટું જેના અંતઃકરણમાં પોતાના લક્ષ્ય કે લક્ષ્ય પ્રાપ્તિના સાધનોમાં વિશ્વાસ નથી, ડામાડોળ ચિત્ત હોય છે, જેની મનોવૃત્તિ ઢચુપચુ હોય છે તેને પ્રથમ તો આંતરિક બળ પ્રાપ્ત નથી થતું. અને કદાચ થાય તો તે તેનો પૂર્ણરૂપે ઉપયોગ નથી કરી શકતો. લૌકિક કે લોકોત્તર કોઈપણ કાર્ય હોય, સર્વત્ર પૂર્ણ શ્રદ્ધા, સમગ્ર ઉત્સાહ અને પરિપૂર્ણ મનોયોગને તેમાં જોડી દેવું આવશ્યક છે. સંપૂર્ણ સફળતાની પ્રાપ્તિ માટે આ અનિવાર્ય શરત છે. પ્રસ્તુત ઉદાહરણમાં બે પાત્ર દ્વારા શ્રદ્ધાનું સુફળ અને અશ્રદ્ધાનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે. અધ્યયન – ૪ કાચબાનું (કથા) આ અધ્યયનમાં આત્મસાધનાના પથિકો માટે ઇન્દ્રિયગોપનની આવશ્યકતા બે કાચબાના ઊદાહરણ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવી છે. વારાણસી નગરીમાં ગંગા નદીથી ઉત્તરપૂર્વમાં એક વિશાળ તળાવ હતું. નિર્મળ, શીતળ જળથી પરિપૂર્ણ અને વિવિધ જાતિઓનાં કમળોથી આચ્છાદિત તે તળાવમાં અનેક પ્રકારના મચ્છ. કચ્છ, મગર, ગ્રાહ આદિ જળચર પ્રાણી ક્રીડા કરતા હતા. તળાવને લોકો “મૃતગંગાતીરહદ” કહેતા હતા. એક વખત સંધ્યાના સમય પછી, લોકોનું આવાગમન નહિવત્ થઈ ગયું ત્યારે તે તળાવમાંથી બે કાચબા આહારની શોધ અર્થે નીકળ્યા. તળાવની આસપાસ ફરવા લાગ્યા. તે સમયે ત્યાં બે શિયાળ આવ્યા. તે પણ આહારની શોધ માટે ભટકી રહ્યા હતા. શિયાળોને જોઈ કાચબા ગભરાઈ ગયા. આહારની શોધ માટે નીકળતા પોતેજ શિયાળનો આહાર બની જશે તેવી શંકા ઉત્પન્ન થઈ. કાચબામાં એક વિશેષતા હોય છે કે તે પોતાના હાથ, પગ તથા મુખ પોતાના શરીરમાંજ ગોપવી દે છે. તેની પીઠ ઉપર ઢાલ જેવું કઠણ કવચ હોય છે, તેને કોઈ ભેદી શકતું નથી. જેથી તે સુરક્ષિત રહી શકે છે. કાચબાઓએ તેમ જ ક્યું. શિયાળો તેઓને જોઈ તૂટી પડ્યા. છેદન-ભેદન કરવાનો ખૂબ પ્રયત્ન ર્યો પણ સફળતા ન મળી. પ્રાણીઓમાં સૌથી વધુ ચાલાક શિયાળ હોય છે. તેમણે જોયું કે જયાં સુધી કાચબાઓ પોતાના અંગોપાંગ ગોપવીને બેઠા છે ત્યાં સુધી અમારો કોઈપણ પ્રયત્ન સફળ નહિ થાય. તેથી ચાલાકીથી કામ લેવું પડશે. એવું વિચારી બંને શિયાળ કાચબા પાસેથી ખસી ગીચ જાડીમાં ચૂપકીદીથી સંતાઈ ગયા. બે કાચબામાંથી જે ચંચળ પ્રકૃત્તિનો હતો. તે પોતાના અંગોપાંગને લાંબો સમય સુધી ગોપવી ન શક્યો. તેણે પગ બહાર કાઢયો. જોતાંની સાથે જ શીઘ્રતાથી શિયાળે એક જાપટ નાખી અને પગ ખાઈ ગયો; કાચબાએ ગર્દન બહાર કાઢી, શિયાળોએ તેને ખાઈ પ્રાણહીન બનાવી દીધો. આ પ્રમાણે પોતાના અંગોનું ગોપન ન કરી શકવાના કારણે કાચબાના જીવનનો કરૂણ અંત આવ્યો. બીજો કાચબો ચંચળ નહોતો તેણે પોતાના અંગો ઉપર નિયંત્રણ રાખ્યું. લાંબા સમય સુધી પોતાના અંગોપાંગનું ગોપન કરી રાખ્યું અને જ્યારે શિયાળ ચાલ્યા ગયા એમ જાણ્યું ત્યાર પછી ચારે પગને એક સાથે જ બહાર કાઢી શીવ્રતાપૂર્વક તળાવમાં સુરક્ષિત પહોંચી ગયો. જે સાધક જિનઆશા રૂપી ઢાલ નીચે પોતાની ઈન્દ્રીયોને, સંયમને સુરક્ષિત ન રાખતાં, આરંભ પરિગ્રહમાં પ્રવૃતિ કરે છે. તેને મોહરૂપી શિયાળો એક એક ઈન્દ્રીયો કરી ખાઈ જાય છે. અને તેના સંયમની ઘાત કરે છે. પ્રેરણા – શિક્ષા:- શાસ્ત્રકાર કહે છે કે જે સાધુ-સાધ્વી દીક્ષા ગ્રહણ કર્યા બાદ પોતાની ઇન્દ્રિયોનું ગોપન નથી કરતા તેની દશા પ્રથમ કાચબા જેવી થાય છે. તે આ ભવ પરભવમાં અનેક પ્રકારના કષ્ટો પામે છે, સંયમ જીવનથી પતિત થઈ જાય છે અને નિંદા - ગહના પાત્ર બની જાય છે. તેનાથી ઉર્દુ, જે સાધુ-સાધ્વી ઇન્દ્રિયોનું ગોપન કરે છે તે આ ભવમાં જ બધાના વંદનીય, પૂજનીય, અર્ચનીય બને છે અને સંસાર અટવીને પાર કરી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે સાધુ અથવા સાધ્વી, તેમણે પોતાની ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવું જ જોઇએ. ઇન્દ્રિય ગોપનનો અર્થ છે કે-ઇન્દ્રિયોને પોતાના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી. સાધુ-સાધ્વી પોતાની ઇન્દ્રિયોને બંધ કરી રાખે નહિ પણ ઇન્દ્રિય દ્વારા ગૃહિત વિષયમાં રાગદ્વેષ ઉત્પન્ન થવા ન દેવો તેનું નામ ઇન્દ્રિય ગોપન, ઇન્દ્રિય દમન અથવા ઇન્દ્રિય સંયમ છે. આ સાધના માટે મનને સમભાવનો અભ્યાસી બનાવવાનો સદૈવ પ્રયત્ન કરતા રહેવું અનિવાર્ય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ jainology | 9 અધ્યયન – ૫. શૈલક રાજર્ષિ દ્વારિકા નગરીમાં બાવીસમા તીર્થકર ભગવાન અરિષ્ટનેમિનું પદાર્પણ થયું. કૃષ્ણવાસુદેવ પોતાના વિશાળ પરિવાર સાથે ભગવાનની ઉપાસના કરવા તથા ધર્મદેશના સાંભળવા ગયા. આ દ્વારિકા નગરીમાં થાવÁ નામની એક સંપન્ન ગૃહસ્થ મહિલા રહેતી હતી. તેનો એકજ પુત્ર જે થાવÁપુત્ર નામથી ઓળખાતો હતો. તે પણ ભગવાનની દેશના શ્રવણ કરવા પહોંચ્યો. દેશના સાંભળી વૈરાગ્યવાસિત બન્યો. માતાએ ખૂબ સમજાવ્યો, આજીજી કરી, કાકલૂદી કરી પણ થાવચ્ચાપુત્ર પોતાના નિશ્ચય ઉપર અડગ રહયા. અંતે માતાએ દીક્ષા મહોત્સવ ઉજવવાનું વિચાર્યું. જેને થાવÁપુત્રે મૌનભાવે સ્વીકાર્યું. થાવચ્ચ છત્ર, ચામર આદિ માંગવા શ્રીકૃષ્ણ મહારાજા પાસે ગઈ. શ્રી કૃષ્ણે સ્વયં દીક્ષા મહોત્સવ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. થાવર્ગાપુત્રની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ જાતેજ તેના ઘરે પહોંચ્યા. સોળ હજાર રાજાઓ અને અર્ધભરતક્ષેત્રના અધિપતિ શ્રીકૃષ્ણનું થાવર્ધાના ઘરે આવવું એ તેમની અસાધારણ મહાનતા અને નિરઅહંકારતાનું દ્યોતક છે. થાવÁપુત્રની પરીક્ષા બાદ જ્યારે વિશ્વાસ બેઠો કે આંતરિક વૈરાગ્ય છે ત્યારે શ્રી કૃષ્ણે નગરીમાં ઘોષણા કરાવી કે ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષિત થવાવાળાના આશ્રિતજનોનું પાલન પોષણ કરવાની જવાબદારી શ્રી કૃષ્ણ વાસુદેવ વહન કરશે. માટે જેને દીક્ષા લેવી હોય તે નિશ્ચિંત પણે લઈ શકે છે. આગમસાર ઘોષણા સાંભળી હજાર જેટલા પુરુષ થાવર્ગાપુત્રની સાથે પ્રવર્જિત થયા. કાલાંતરમાં થાવર્સ્થાપુત્ર અણગાર, ભગવાન અરિષ્ટનેમિની અનુમતિ લઈ પોતાના સાથી મુનિઓની સાથે દેશ, દેશાંતરમાં વિચરવા લાગ્યા. વિચરતાં વિચરતાં થાવÁપુત્ર સૌગંધિકા નગરીમાં પધાર્યા. ત્યાંના નગરશેઠ સુદર્શન સાંખ્યધર્મના અનુયાયી અને શુક્ર પરિવ્રાજકના શિષ્ય હતા, છતાં પણ થાવÁપુત્રની દેશના સાંભળવા ગયા. થાવÁપુત્ર અને સુદર્શન શ્રેષ્ઠીની વચ્ચે ધર્મના આધારે ચર્ચા થઈ. વાર્તાલાપથી સંતુષ્ટ થઈ સુદર્શને જૈનધર્મ અંગીકાર ર્યો. શુક્ર પરિવ્રાજકની જૈન દીક્ષા :– શુક્ર પરિવ્રાજકને જ્યારે આ બનાવની જાણ થઈ ત્યારે તેઓ સુદર્શનને પુનઃ પોતાનો અનુયાયી બનાવવાના વિચારે સૌગન્ધિકા નગરીમાં પધાર્યા. સુદર્શન ડગ્યો નહિ. બન્ને ધર્માચાર્ય (શુક્ર તથા થાવર્ચાપત્ર) વચ્ચે ધર્મચર્ચા થઈ. શુક્ર પોતાના શિષ્યોની સાથે થાવÁપુત્રની સમીપે ગયા.સરીસવ(મિત્ર અને અનાજ એવા બે અર્થ વાળો શબ્દ)ભક્ષ્ય કે અભક્ષ્ય? આવા પ્રશનો કર્યા. શુક્ર થાવÁપુત્રને વાક્ચાતુર્યથી ફસાવવાનો ખૂબ પ્રયત્ન ર્યો પરંતુ થાવર્ગાપુત્રે તેનો ગૂઢ અભિપ્રાય સમજી અત્યંત કુશળતા પૂર્વક પ્રત્યુત્તર આપ્યા. અંતે શુક્ર પોતાના શિષ્યોની સાથે થાવÁપુત્રના શિષ્ય બની ગયા. – દીક્ષિત થયા. શૈલક રાજર્ષિની દીક્ષા :– એક વખત શુક્ર અણગાર શૈલકપુર પધાર્યા. ત્યાંના રાજા શૈલકે પહેલેથી જ થાવર્ચાપત્રના ઉપદેશથી શ્રમણોપાસક ધર્મ સ્વીકાર્યો હતો. આ વખતે તે પોતાના પાંચસો મંત્રીઓની સાથેશુક્ર અણગાર પાસે દીક્ષિત થયા. તેઓએ તેમના પુત્ર મંડુકને રાજગાદી ઉપર બેસાડ્યો.(અહિં પાંચસો કે હજારની સંખ્યાનો અર્થ લગભગ પાંચસો જેટલા તથા હજારની આસપાસની સંખ્યા જેટલા એમ સમજવું, ગણીને પુરા હજાર એમ નહિં . જેમકે કોઈ પ્રસંગથી આવીએ અને કોઈ પૂછે તો આપણે કહીએ કે બેહજાર માણસો હતાં. જયાં ૫૦૦ યોજન એમ અંકમાં લખ્યું હોય ત્યાં પૂરા ૫૦૦ સમજવા. દા.ત. રાણીઓ ૮ – તો ૮ જ સમજવી, પણ બત્રીસ પ્રકારનાં ભોજન એટલે વિવિધ પ્રકારનાં ભોજન. હજાર વર્ષ સુધી સૂત્રો કંઠસ્થ રહયા પછી લખાયા છે. ગુરુગમ્યતા બધાનાં ભાગ્યમાં નથી ,તેથી વાંચનમાં હર–હંમેશ વિવેકબુધ્ધિ તો રાખવીજ. તત્વ કેવલી ગમ્ય. ) સાધુચર્યા અનુસાર શૈલકમુનિ દેશ દેશાંતરમાં વિચરવા લાગ્યા. તેના ગુરુ શુક્ર મુનિ વિદ્યમાન નહોતા. સિદ્ધગતિ મેળવી ચૂક્યા હતા. શૈલકનું સુકોમળ શરીર સાધુ જીવનની કઠોરતા સહી ન શક્યું. શરીરમાં દાદ-ખુજલી થઈ ગઈ. પિત્તજવર રહેવા લાગ્યો. જેથી તીવ્ર વેદના થવા લાગી. ભ્રમણ કરતાં શૈલકપુર પધાર્યા. મંડુક દર્શનાર્થે આવ્યો. શૈલક રાજાનું રોગિષ્ટ શરીર જોઈ ચિકિત્સા કરાવવાની વિનંતિ કરી. શૈલકે સ્વીકૃતિ આપી. ચિકિત્સા થવા લાગી. સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. પરંતુ રાજર્ષિ સરસ આહાર અને ઔષધ–ભેષજમાં આસક્ત બન્યા. વિહાર કરવાનો વિચાર સરખોય ન આવ્યો. ત્યારે તેના શિષ્યોએ એકત્ર થઈ પંથકને તેમની સેવામાં રાખી બાકી બધાએ વિહાર કરવાનો નિર્ણય ર્યો. રાજર્ષિ ત્યાંજ રહી ગયા, પંથકમુનિ તેમની સેવામાં રહ્યાં. બાકી બધા જ શિષ્યો વિહાર કરી ગયા. (પૂર્વે આ પંથક રાજાના પ્રધાન હતા તેથી.) કાર્તિક સુદ પૂનમનો દિવસ આવ્યો. શૈલક રાજર્ષિ આહાર–પાણી આરોગી નિશ્ચિંત બની સૂતા હતા. આવશ્યક – પ્રતિક્રમણ કરવાનું યાદે ય ન આવ્યું. પંથક મુનિ દેવસિક પ્રતિક્રમણ કરી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવા તૈયાર થયા. શૈલક રાજર્ષિને વંદન કરી ચરણ સ્પર્શ કરવા મસ્તક નમાવ્યું. શૈલકમુનિની નિદ્રામાં ભંગ પડતાં ભડકી ઉઠયા. પંથકને કડવા વચનો કહેવા લાગ્યા. પંથકમુનિએ ક્ષમા માગતાં કાર્તિકી ચોમાસીની યાદી દેવડાવી. રાજર્ષિની ધર્મચેતના જાગૃત થઈ. તેમણે વિચાર્યું – 'રાજ્ય આદિનો પરિત્યાગ કરી મેં સાધુપણું સ્વીકાર્યું અને હવે હું આવો શિથિલાચારી થઈ ગયો? સાધુને માટે આ શોભતું નથી.' બીજે જ દિવસે શૈલકપુર છોડી પંથકમુનિની સાથે વિહાર ર્યો. આ સમાચાર અન્ય શિષ્યોને મળતાં બધાજ શિષ્યો સાથે મળી આવ્યા. અંતિમ સમયમાં બધા જ મુનિઓને સિદ્ધગતિની પ્રાપ્તિ થઈ. પ્રેરણા – શિક્ષા :– (૧) થાવચ્ચ સ્ત્રીનું કૃષ્ણ પાસે જવું અને કૃષ્ણવાસુદેવનું થાવર્ગાપુત્રને ઘરે આવવું એક અસાધારણ ઘટના છે. સંયમની વાત સાંભળી ઉત્સાહિત થવું, વૈરાગ્યની પરીક્ષા કરવી, શહેરમાં ઢંઢેરો પીટવાવો તેમજ એક હજાર પુરુષોની સાથે દીક્ષા મહોત્સવ ઉજવવો ઇત્યાદિક બાબતો ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવની અનન્ય ધર્મશ્રદ્ધા અને વિવેક પ્રગટ કરે છે.આ વિવેક બધાએ અપનાવવા જેવો છે અર્થાત્ દીક્ષા લેનાર પ્રત્યે કેવો વ્યવહાર રાખવો જોઇએ તે આ ઘટના દ્વારા શીખવા મળે છે. (૨) સાંખ્ય મતાનુયાયી સુદર્શને જૈન મુનિ સાથે ચર્ચા કરી શ્રાવકધર્મ સ્વીકાર્યો અને તેના ગુરુ શુક્ર સન્યાસીએ ચર્ચા કરી સંયમ સ્વીકાર્યો. ઋજુ અને પ્રાજ્ઞ જીવોના આ ઉદાહરણથી જાણવા મળે છે કે માન કષાયથી અભિભૂત થયેલા હોવા છતાં તે આત્માઓ દુરાગ્રહી નહોતા. સત્ય સમજાતાં પોતેજ સર્વસ્વ પરિવર્તન કરી લેતા. આપણે પણ સ્વાભિમાનની સાથે સરલ Page #10 -------------------------------------------------------------------------- ________________ 10 આગમસાર–પૂર્વાર્ધ અને નમ્ર બની દુરાગ્રહોથી દૂર રહેવું જોઇએ અર્થાત્ સત્યને સ્વીકારવામાં હિચકિચાટ કરવો ન જોઈએ, પછી ચાહે તે પરંપરા હોય કે સિદ્ધાંત. (૩) ક્યારેક શિષ્ય પણ ગુરુનું કર્તવ્ય અદા કરે છે. પંથક શિષ્યના વિનય, ભક્તિ, સેવા, સત્યનિષ્ઠાથી શૈલક રાજર્ષિનું અધ:પતન અટકી ગયું. (૪) સંયમથી પતિત થતા સાધકનો તિરસ્કાર ન કરતાં તેની યોગ્ય સંભાળ રાખવાથી તેનું ઉત્થાન થઈ શકે છે. તેથી ગર હોય કે શિષ્ય હોય, વિવેક સભર નિર્ણય કરવો જોઇએ. તિરસ્કાર વૃત્તિ તો હેય છે, એટલે કે અનાચરણીય છે. (૫)અતિ વેગથી પડવાવાળી વ્યક્તિ પણ ક્યારેક બચી શકે છે, તેથી તેના પ્રત્યે યોગ્ય સંભાળ અને સહાનુભૂતિ રાખવી સૌની ફરજ છે (૬) ઔષધનું સેવન કરવું તે પણ સંયમ જીવનમાં એક ભયસ્થાન છે. તેનાથી અસંયમભાવ તથા પ્રમાદભાવ આવી શકે છે. તેથી સાધકે ઔષધ સેવનની રુચિથી નિવૃત્ત થઈ વિવેક યુક્ત તપ-સંયમની સાધના કરવી જોઇએ. શૈલક જેવા ચરમ શરીરી. તપસ્વી સાધક પણ ઔષધસેવનના નિમિત્તથી સંયમમાં શિથિલ બની ગયા હતા. હતા. તેમના માટે માસિકલ્પ આદિ નિયમ પાલન આવશ્ય કથાનકના આલંબનથી અંતિમ તીર્થકરના શાસનમાં તેનું અનુકરણ ન કરાય. અર્થાત્ સેવામાં જેટલા શ્રમણોની જરૂરિયાત હોય તેટલાને રાખી બાકીનાને અકારણ કલ્પ મર્યાદાથી અધિક સ્થિર રાખવા ન જોઇએ. (૮) પંથકે ચૌમાસી પખીના દિવસે બે પ્રતિક્રમણ ર્યા તેનું કારણ પણ એ જ છે કે મધ્યમ તીર્થકરના શાસનમાં શ્રમણોને માટે સદાય બન્ને વખત પ્રતિક્રમણ કરવું ફરજિયાત નહોતું. તેથી તેઓ ફક્ત પાખી, ચૌમાસી, સંવત્સરી પર્વ દિવસે નિયમસર પ્રતિક્રમણ કરતા. અંતિમ તીર્થકરના સાધુઓને બન્ને સમય ભાવયુક્ત પ્રતિક્રમણ કરવાનો નિયમ તેમના માટે છે. તેમના માટે ત્યાગ, તપ, મૌન ધ્યાન અને આત્મચિંતન કે ધર્મજાગરણ કરવું તે જ પર્વદિવસની વિશેષ આરાધના છે. જે શ્રમણોપાસક હંમેશા પ્રતિક્રમણ ન કરતાં પર્વદિવસે જ પ્રતિક્રમણ કરે છે, તેમના માટે બે પ્રતિક્રમણ જરૂરી છે. અધ્યયન - ૬ તુંબડાનું (દાંત) રાજગૃહી નગરીમાં ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછયો કે હે ભગવાન! જીવ હળવો થઈ ઉપર કેવી રીતે જાય છે અને જીવ ભારે થઈ નીચે કેવી રીતે જાય છે? તેના પ્રત્યુત્તરમાં ભગવાને એક દષ્ટાંત આપી સમજાવ્યું કે જેવી રીતે તુંબડી પાણી ઉપર તરે છે પણ તેની ઉપર કોઈ વ્યક્તિ માટી, પી દે તેમ ક્રમશઃ આઠ લેપ લગાવે. તે તુંબડાને જો પાણી ઉપર રાખવામાં આવે તો તે તુંબડું લેપના ભારથી તળીયે ડૂબી જાય છે. ધીમે ધીમે માટીનો લેપ પાણીમાં ઓગળી જતાં ફરી તે તુંબડું પાણી ઉપર તરવા લાગે છે. એ પ્રકારે જીવ ૧૮ પાપનું સેવન કરી આઠ કર્મનો બંધ કરી, કર્મથી ભારે બની અધોગતિમાં નરકમાં જાય છે. કર્મો જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય છે ત્યારે આત્મા ઉર્ધ્વગમન કરી શાશ્વત સિદ્ધ સ્થાનમાં સ્થિર થઈ જાય છે. પ્રેરણા શિક્ષા:- શ્રમણ ૧૮ પાપના ત્યાગી હોય છે છતાં પણ જાણ્યે અજાણ્યે જૂઠ, નિંદા, કલેશ, કષાય આદિ પાપોનું સેવન ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જોઇએ. કારણ કે પાપાચરણના સેવનથી જ આઠ કર્મોનું ઉપાર્જન થાય છે. શ્રમણો મુમુક્ષુએ પણ ૧૮ પાપોનું જાણપણું મેળવી તેનાથી બચવા માટે સદા પ્રયત્ન કરવો જોઈએ. અધ્યયન – ૭ ધન્ય સાર્થવાહ અને તેની ચાર પુત્રવધુ (દષ્ટાંત કથા). રાજગૃહ નગરમાં ધન્ય સાર્થવાહ રહેતા હતા. તેમને ચાર પુત્રો હતા, 'જેમનાં નામ ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત હતા. તેમની પત્નીઓનાં અનુક્રમે નામ – ઉજિઝતા (ઉજિઝકા) ભક્ષિકા, રક્ષિકા અને રોહિણી હતાં. ધન્ય સાર્થવાહ દીર્ઘદષ્ટા હતા. ખૂબ વિચક્ષણ હતા. ભવિષ્યનો વિચાર કરવાવાળા હતા. તે જ્યારે પરિપકવ ઉંમરના એટલે વૃદ્ધ થયા ત્યારે તેમને વિચાર ઉદ્ભવ્યો કે મારા મૃત્યુ પછી કુટુંબની સુવ્યવસ્થા આવી જ રીતે જળવાઈ રહે માટે મારે મારી હાજરીમાં જ આ વિષયે વ્યવસ્થા કરી લેવી જોઈએ. આ પ્રકારનો વિચાર કરી ધન્ય સાર્થવાહે મનોમન એક યોજના ઘડી લીધી. એક દિવસ પોતાના જ્ઞાતિજનો, સગા-સંબંધીઓ, મિત્રવર્ગને આમંત્રિત ર્યા. ભોજનાદિથી બધાનો સત્કાર ર્યો ત્યારબાદ પોતાની ચારે પુત્રવધુઓને બોલાવી દરેકને પાંચ ડાંગરના દાણા આપી કહ્યું – હું જ્યારે માંગુ ત્યારે આ પાંચ દાણા અને પાછા આપજો.' પહેલી પુત્રવધૂએ વિચાર્યું –' મારા સસરાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. સાઠે બુદ્ધિ નાઠી'. આટલો મોટો સમારંભ યોજી અને આટલી તુચ્છ ભેટ અમને આપવાનું સૂજયું. વળી કહ્યું કે પાછું માંગુ ત્યારે પાછા આપજો. ભંડારમાં ડાંગરનો ક્યાં તોટો છે? જ્યારે ચારી આપેલા દાણા કચરામાં ફેંકી દીધા. બીજી પુત્રવધૂએ વિચાર્યું – 'ભલે આ દાણાનું મૂલ્ય ન હોય તો પણ સસરાજીએ આપેલો પ્રસાદ છે, તેને ફેંકવો ઉચિત્ત નથી' એમ વિચારી પાંચ દાણા ખાઈ ગઈ. ત્રીજી વધુ વિચારશીલ હતી. તેણે વિચાર્યું– 'મારા સસરા ખૂબ જ વ્યવહારકુશળ, અનુભવી અને સમૃદ્ધિશાળી છે. તેમણે આટલો મોટો સમારંભ રચી અમને પાંચ દાણા આપ્યા છે તેમાં તેમનો કોઈ વિશિષ્ટ અભિપ્રાય હોવો જોઇએ. તેથી દાણાની સુરક્ષા જાળવવી મારું કર્તવ્ય છે.' આમ વિચારી પાંચ દાણા એક ડબીમાં રાખી સુરક્ષિત જગ્યાએ મૂકી દીધા. ચોથી પુત્રવધૂ રોહિણી ખૂબ બુદ્ધિશાળી, વિચક્ષણ હતી. તે સમજી ગઈ કે પાંચ દાણા દેવા પાછળ કોઈ ગૂઢ રહસ્ય છુપાયેલું છે. કદાચ અમારી પરીક્ષા કરવાનો હેતુ હોઈ શકે. તેણે બહુમાનપૂર્વક પાંચ દાણા લઈ પિયર મોકલી દીધા. તેની સૂચના અનુસાર પિયરવાળાઓએ તે દાણા અલગ ખેતરમાં વાવ્યા. દર વર્ષે જે પાક થાય તે બધોજ વાવી દેવાતો. આમ પાંચ વર્ષમાં તો કોઠાર ભરાઈ ગયા. આ ઘટનાને પાંચ વર્ષ વ્યતીત થઈ ગયા. ત્યારે ધન્ય સાર્થવાહે ફરીને પૂર્વવત્ સમારંભ યોજાયો. ભોજન-પાન આપી બધાયનું Page #11 -------------------------------------------------------------------------- ________________ jainology | આગમસાર સત્કાર–સન્માન ર્યું. ત્યાર પછી પહેલાંની જેમ ચારે પુત્રવધૂઓને પોતાની સમક્ષ બોલાવી પાંચ-પાંચ દાણા જે પહેલાં આપ્યા હતા તે પાછા માંગ્યા. પહેલી પુત્રવધુએ કોઠારમાંથી દાણા લાવી આપ્યા. ધન્ય સાર્થવાહે પૂછ્યું – 'આ દાણા મેં આપ્યા હતા તે જ છે કે બીજા?' તેણે સત્ય હકીકત કહી દીધી. તે સાંભળી શેઠે કચરો વાળવા ઇત્યાદિ સફાઈકામ સોંપ્યુ અને કહ્યું કે તમને આ કામ યોગ્ય છે. બીજી પુત્રવધૂ પાસે દાણા માંગ્યા ત્યારે તેણે કહ્યું કે આપના અપાયેલા દાણા પ્રસાદ સમજી હું ખાઈ ગઈ છું. સાર્થવાહે તેના સ્વભાવ અનુસાર અનુમાન કરી રસોડાખાતું સોંપ્યું. ત્રીજી પુત્રવધૂએ પાંચ દાણા સુરક્ષિત રાખ્યા હતા તેથી તેને નાણાંકીય ખાતું સોંપ્યું. ચોથી પુત્રવધૂએ કહ્યું – પિતાજી, પાંચ દાણા મેળવવા ગાડીઓ જોઈશે. ધન્ય સાર્થવાહે તેનું સ્પષ્ટીકરણ માંગ્યું તો સવિસ્તાર વર્ણન ક્યું. ગાડીઓ મોકલવામાં આવી. ધન્ય શેઠ પણ ખૂબ જ પ્રસન્ન થયા. બધાયની સમક્ષ રોહિણીની ખૂબ પ્રશંસા કરી. તેને ગૃહસ્વામિનીના ગૌરવપૂર્ણ પદ ઉપર પ્રસ્થાપિત ક૨વામાં આવી અને કહ્યું – 'તું પ્રશંસનીય છે બેટી! તારા પ્રતાપથી આ પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે.' દષ્ટાંતનો ઉપનય ઃ– શાસ્ત્રકારોએ આ ઉદાહરણને ધર્મશિક્ષાના રૂપમાં ઘટાવ્યું છે. જે વ્રત ગ્રહણ કરી તેનો ત્યાગ કરે છે તે પ્રથમ પુત્રવધૂ ઉજિઝતાની સમાન આ ભવ–પરભવમાં દુ:ખી થાય છે. તિરસ્કારને પાત્ર બને છે. જે સાધુ પાંચ મહાવ્રતને ગ્રહણ કરી સાંસારિક ભોગ–ઉપભોગને માટે તેનો ઉપયોગ કરે છે તે પણ નિન્દાને પાત્ર બની ભવભ્રમણ કરે છે. જે સાધુ ત્રીજી પુત્રવધૂ રક્ષિકાની સમાન અંગીકૃત મહાવ્રતોનું સારી રીતે રક્ષણ કરે છે તે પ્રશંસા પાત્ર બને છે અને તેનું ભવિષ્ય મંગલમય બને છે. જે સાધુ રોહિણીની સમાન સ્વીકૃત સંયમની ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે તે નિર્મળ–નિર્મળતર પાલન કરી સંયમનો વિકાસ કરી પરમાનંદના ભાગી બને છે. 11 પ્રેરણા – શિક્ષા ઃ— જો કે આ અઘ્યયનનો ઉપસંહાર ધર્મશિક્ષાના રૂપમાં જ કરવામાં આવ્યો છે. છતાં તેમાંથી વ્યાવહારિક જીવનને સફળ બનાવવાની સુચારૂ પ્રેરણા મળે છે. ( યોગ્ય યોગ્યેન યોજયેત્ ) અર્થાત્ યોગ્ય વ્યક્તિને તેની યોગ્યતા અનુસાર એવા કાર્યમાં જોડવી જોઇએ. મૂલભૂત યોગ્યતાથી પ્રતિકૂળ કાર્યમાં જોડવાથી યોગ્યમાં યોગ્ય વ્યક્તિ પણ અયોગ્ય સિદ્ધ થાય છે. ઉચ્ચ કોટિનો પ્રખર વિદ્વાન પણ સુતારના કામમાં અયોગ્ય સિદ્ધ થાય છે. અધ્યયન · – ૮ મલ્લિકુમારી મહાવિદેહ ક્ષેત્રમાં, સલિલાવતી વિજયની વીતશોકા નામની રાજધાની હતી. બલ નામનો રાજા હતો. એક વખત સ્થિવર ભગવંતોનું પદાર્પણ થયું. ધર્મદેશના શ્રવણ કરી રાજા બલે રાજ્યનો તથા હજાર રાણીઓનો ત્યાગ કરી દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યા કરી સમસ્ત કર્મોનો ક્ષય કરી મોક્ષે પધાર્યા. બલ રાજાનો ઉત્તરાધિકારી તેનો પુત્ર મહાબલ થયો. અચલ, ધરણ આદિ અન્ય છ રાજા તેના પરમ મિત્ર હતા. જે સાથે જનમ્યા, સાથે રમ્યા અને મોટા થયા. તેઓએ નિશ્ચય ર્યો કે સુખમાં, દુ:ખમાં, દેશયાત્રામાં અને ત્યાગમાર્ગમાં પરસ્પર એકબીજાને સાથ આપવો. આ રીતે સમય વીતતા એકદા મહાબલ સંસારથી વિરક્ત થઈ મુનિદીક્ષા લેવા તૈયાર થતાં બધાજ મિત્રો પણ પ્રતિજ્ઞા અનુસાર તૈયાર થઈ ગયા. બધાએ ઉત્કૃષ્ટ સાધના કરી, ઘોર તપશ્ચર્યા કરી જયંત નામના અનુત્તર વિમાનમાં દેવપર્યાયે જન્મ લીધો. તે દરમ્યાન એક વિચિત્ર ઘટના થઈ ગઈ હતી. સાધનાકાળમાં મહાબલ મુનિના મનમાં કપટભાવ ઉત્પન્ન થયો કે હું અહીં પ્રમુખ છું, જ્યેષ્ઠ છું અને ભવિષ્યમાં પણ જ્યેષ્ઠ બનું. જો સમાન તપશ્ચર્યા કરીશ તો તેમની સમાન જ રહીશ, તેથી થોડી વધુ તપશ્ચર્યા કરું જેથી જ્યેષ્ઠ બની શકાય. આવા કપટયુક્ત આશયથી અન્યને પારણું કરાવી પોતે ઉપવાસના પચ્ચક્ખાણ વધારી લેતા. સાતે મુનિઓએ એક સરખી તપશ્ચર્યા કરવાનો નિશ્ચય ર્યો હતો છતાં છ મુનિવરો ઉપવાસ કરતા ત્યારે મહાબલમુનિ છઠ્ઠ તપ કરતા. બીજા છઠ્ઠ તપ કરતા ત્યારે મહાબલ અઠ્ઠમ તપ કરતા.આમ કુલે ચાર ઉપવાસ વધુ કર્યા. તપશ્ચર્યાના ફલ સ્વરૂપે છ મુનિવરોએ દેવપર્યાયમાં બત્રીસ સાગરોપમમાં કંઈક ન્યૂન આયુષ્ય પ્રાપ્ત ર્યું . જ્યારે મહાબલ મુનિએ સંપૂર્ણ બત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરી. તદુપરાંત તેમણે તીર્થંકર નામકર્મનો બંધ ર્યો. જેથી મનુષ્યના ભવમાં પણ તે છ થી વરિષ્ઠ બન્યા. રાજા હોય કે રંક, મહામુનિ હોય કે સામાન્ય ગૃહસ્થ, કર્મ કોઈની શરમ નથી રાખતા. કપટ સેવનના ફલ સ્વરૂપ મહાબળે સ્ત્રી નામ કર્મનો બંધ ર્યો. અને જયંત વિમાનથી ચ્યવી ભરતક્ષેત્રમાં મિથિલા નરેશ કુંભરાજાની મહારાણી પ્રભાવતીની કુક્ષિએ કન્યા સ્વરૂપે ઉત્પન્ન થયા. તેનું નામ 'મલ્લિકુમારી' રાખવામાં આવ્યું. — તીર્થંકરોનો જન્મ પુરુષના રૂપમાં હોય છે પણ મલ્લિકુમારીનો જન્મ સ્ત્રીરૂપમાં થવો એ જૈન ઈતિહાસમાં અદ્ભુત અને આશ્ચર્યજનક ઘટના છે. મલ્લિકુમારીના અન્ય છ સાથી તેનાથી પૂર્વેજ વિભિન્ન પ્રદેશોમાં જન્મ લઈ પોત પોતાના પ્રદેશોના રાજા બની ચૂક્યા હતા. તેમના નામ આ પ્રમાણે છે. (૧) પ્રતિબુદ્ધ – ઇક્ષ્વાકુરાજા (૨) ચન્દ્રધ્વજ · અંગનરેશ (૩) શંખ – કાશીરાજ (૪) કિમ – કુણાલનરેશ (૫) અદીનશત્રુ – કુરુરાજ (૬) જિતશત્રુ – પંચાલાધિપતિ. અનેક વખત આપણે જોઇએ છીએ કે વર્તમાન જીવનમાં કોઈપણ પ્રકારનો સંપર્ક ન હોવા છતાં પણ કોઈ પ્રાણી પર દષ્ટિ પડતાં જ આપણા હૃદયમાં પ્રીતિ કે વાત્સલ્યભાવ ઉત્પન્ન થાય છે અને કોઈને જોતાં જ તિરસ્કાર થાય છે. તેનું કારણ આપણે જાણી નથી શકતા, છતાંય આવા ભાવ નિષ્કારણ તો નથી જ થતા. હકીકતમાં પૂર્વ જન્મોનાં સંસ્કારોને સાથે લઈને જ માનવ જન્મમાં કોઈ જીવ પ્રત્યે આપણો રાગાત્મક સંબંધ હોય છે; તેની ઉપર દષ્ટિ પડતાંજ અનાયાસ હૃદયમાં પ્રીતિભાવ ઉત્પન્ન થાય છે. તેનાથી ઉલ્ટું, જેના પ્રત્યે વૈર વિરોધાત્મક સંબંધ હોય તેના પ્રત્યે સહજ દ્વેષની ભાવના જાગૃત થાય છે. અનેકાનેક શાસ્ત્રોના કથાનક દ્વારા આ વાતને પુષ્ટી મળે છે, યથા ભગવાન પાર્શ્વનાથ અને કમઠ, મહાવીર અને હાલિક, ગજસુકુમાર અને સોમિલ. અહીં પણ મલ્લિકુમારીના જીવ પ્રત્યે તેના પૂર્વભવના સાથીઓનો જે અનુરાગ સંબંધ હતો તે વિભિન્ન નિમિત્ત મેળવી જાગૃત થયો. છ રાજાઓ કેવા નિમીતો મળવાથી મલ્લિકુમારી પ્રત્યે આકર્ષાયા છે તેની અહીં છ કથાઓ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ (૧) કથા પહેલી: અહંન્નક શ્રાવક ચંપાનગરીમાં અહિંન્નક વગેરે અનેક વ્યાપારીઓ રહેતા હતા. જેઓ જળમાર્ગે વ્યાપાર કરવા પરદેશ જતા. એકવાર પરસ્પર મંત્રણા. કરી અનેક વ્યાપારીઓએ અન્ય સેંકડો લોકોને સાથે લઈ વિદેશયાત્રા માટે પ્રસ્થાન ક્યું. જહાજ સમુદ્રમાં જવા રવાના થયા. સેંકડો યોજન સમુદ્ર પ્રવાસ ર્યા બાદ અચાનક દેવનો ઉપદ્રવ થયો. અહંન્નક શ્રાવકની ધર્મપરીક્ષા – એક વિકરાળ રૂપધારક પિશાચ આવ્યો. જહાજમાં બેઠેલા અહંન્નક શ્રાવકને સંબોધીને કહ્યું કે તું તારો ધર્મ, વ્રત–નિયમ છોડી દે નહિતર તારા વહાણને આકાશમાં અધ્ધર લઈ સમુદ્રમાં પટકી દઈશ- પછાડી દઈશ અહંન્નક શ્રાવકે તેને મનથી જ ઉત્તર આપ્યો કે મને કોઈપણ દેવ-દાનવ ધર્મથી ચલીત કરી શકે તેમ નથી. તમારી ઈચ્છા હોય તેમ કરો. આ પ્રકારે નિર્ભય થઈ ધર્મધ્યાનમાં લીન થઈ ગયા. બે-ત્રણ વખત ધમકી દીધા પછી દેવે જહાજને આકાશમાં ઊંચે ઉપાડી અને પુનઃ ધમકી આપી છતાં શ્રાવક અડોલ રહ્યા. જહાજના બીજા બધાજ પ્રવાસીઓ ભયભીત થઈ ગયા. અનેક માન્યતાઓ કરવા લાગ્યા. પરંતુ અન્નક શ્રાવકે સાગારી સંથારાના પચ્ચકખાણ કરી લીધા. આખરે દેવ થાક્યો. ધીરેથી જહાજ નીચે મૂક્યું અને મૂળ રૂપે પ્રગટ થઈ અહંન્નક શ્રાવકની પ્રશંસા કરી, ક્ષમા માંગી અને કુંડલની બે જોડી આપી સ્વસ્થાને ચાલ્યો ગયો. ત્યાંથી તે શ્રાવકો મિથિલા નગરીમાં ગયા. રાજા કુંભને એક કંડલની જોડી ભેંટણા સ્વરૂપે આપી વ્યાપાર કરવાની અનુજ્ઞા મેળવી. વ્યાપાર ર્યા પછી તેઓ પોતાની ચંપાનગરીમાં આવ્યા અને ત્યાંના રાજા ચન્દ્રધ્વજને બીજી કુંડલની જોડી ભેટ સ્વરૂપે આપી. આ એક સરખી કુંડલિની જોડીઓના કારણે ચંપાનગરીના રાજા ચન્દ્રધ્વજને સ્વરૂપવાન મલ્લિકુમારીની જાણ થાય છે. (૨) કથા બીજી : ચોકખા પરિવ્રાજિકા મિથિલા નગરીમાં ચોખા નામની પરિવ્રાજિકા રહેતી હતી. તે દાનધર્મ, શૌચધર્મ, તીર્થસ્નાન આદિની પ્રરૂપણા કરતી હતી અને તેના દ્વારા જ સ્વર્ગગમનનું કથન કરતી. એકદા તેણી મલ્લિકુમારીના ભવનમાં આવી, યોગ્ય સ્થાનમાં પાણી છાંટી, ઘાસ બીછાવી તેના પર આસન પાથરી બેસી ગઈ. મલ્લિકુમારીને ધર્મનો ઉપદેશ દેવા લાગી. મલ્લિકુમારીએ ચોખા પરિવ્રાજિકાને પૂછ્યું કે તમારા ધર્મનું મૂળ શું છે? તેણે કહ્યું કે અમારો શુચિમૂલક ધર્મ છે. જલથી બધા પદાર્થને તથા સ્થાનને પવિત્ર કરી શકાય છે. આવી રીતે જીવ પણ પવિત્ર થઈ સ્વર્ગમાં જાય છે. મલ્લિકુમારીએ કહાં –લોહીથી રંગાયેલા કપડાને લોહીથી ધોવામાં આવે તો પવિત્ર થઈ શકે? તેવી જ રીતે પાપ સેવનથી ભારે બનેલ આત્મા ફરીને હિંસાદિ પાપોનું સેવન કરવાથી મુક્ત થાય? પવિત્ર થાય? ચોખા પરિવ્રાજિકા નિરુત્તર થઈ ગઈ. દાસીઓએ ચોખાની હાંસી કરતા તે નારાજ થઈ ચાલી જાય છે, મલ્લિકુમારીથી બદલાની ભાવનાથી તે બીજા રાજા માટે નિમીત બને છે. બે કથાઓ બોધદાયક હોવાથી અહીં લીધી છે, બાકીની ચાર કથાઓ સંસાર ભાવની હોવાથી નથી લીધી. મૂળ કથા: છએ રાજાઓને એક સાથે સંકલ્પ થયો અને તેઓએ પોતપોતાના દૂતને મિથિલાનગરીમાં મોકલ્યા. છએ દૂતો એક સાથે પહોંચ્યા. બધાને એક સાથે આવેલા જોઈ કુંભરાજા ક્રોધાવિષ્ટ થયા. બધાનું અપમાન કરી કાઢી મૂક્યા. છ એ રાજા મલ્લિકુમારી સાથે લગ્ન કરવાના ભાવથી સૈન્યસહિત મિથિલા નગરીમાં આવી પહોંચ્યા. મલ્લિકુમારી અવધિજ્ઞાન સહિત હતા. જ્ઞાન દ્વારા તેમણે પોતાના છએ મિત્રોની સ્થિતિ જોઈ લીધી હતી. ભવિષ્યમાં થવાની ઘટનાથી પણ તે અજાણ્યા નહોતા તેથી તેનો પ્રતિકાર કરવાની પૂર્વ તૈયારી પણ કરી લીધી હતી. મલ્લિએ પોતાના જેવી જ એક પ્રતિમાનું નિર્માણ કરાવ્યું હતું જે અંદરથી પોલી હતી. તેના મસ્તકમાં એક મોટું છિદ્ર મૂકવામાં આવ્યું હતું. આ પ્રતિમા જોયા પછી કોઈ કલ્પના નહોતા કરી શકતા કે પ્રત્યક્ષ મલ્લિકુમારી છે કે તેની મૂર્તિ છે. મલ્લિકુમારી જે ભોજનપાન કરતી તેનો એક કોળિયો મસ્તકના છિદ્રમાંથી પ્રતિમામાં નાખતી. જે ભોજન અંદર ગયા પછી સડી જતું અને અત્યંત દુર્ગધ ઉત્પન્ન થતી. પરંતુ ઢાંકણું ઢાંકવાથી તે દુર્ગધ દબાયેલી રહેતી. જયાં મૂર્તિ હતી તેની ચોપાસ જાલીગૃહ પણ બનાવડાવ્યું હતું. તે ગૃહમાં બેસી પ્રતિમાને સ્પષ્ટ જોઈ શકાતી. પણ તે ગૃહમાં બેઠેલા એક બીજાને જોઈ ન શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તરફ છએ રાજા મલ્લિકુમારી સાથે પરણવાના સંકલ્પ સહિત મિથિલામાં આવી પહોંચ્યા. રાજા દ્વિધામાં પડ્યા. છએ રાજા પરસ્પર મળી ગયા. કુંભે તેમનો સામનો ર્યો પણ એકલા શું કરી શકે? આખરે કુંભ પરાજિત થઈ મહેલમાં ભરાઈ ગયા. ('કિકર્તવ્ય)મૂઢ' બની ગયા. રાજકુમારી મલ્લિ પિતાને પ્રણામ કરવા ગઈ. પિતાજી ઊંડી ચિંતામાં હોવાથી મલ્લિના આગમનનું ભાન ન રહયું. મલ્લિકુમારીએ ચિંતાનું કારણ પૂછયું. રાજાએ બધો વૃત્તાંત જણાવ્યો. 'પિતાજી! ચિંતાનો ત્યાગ કરો અને પ્રત્યેક રાજા પાસે ગુપ્ત રૂપે દૂતને મોકલી કહેવડાવી દો કે "મલ્લિકુમારી તમને જ આપવામાં આવશે. ગુપ્ત રીતે સંધ્યા સમયે રાજમહેલમાં આવી જજો." અને આ બધાને જાલીગૃહમાં અલગ અલગ મોકલી દેજો. કુંભરાજાએ તેમજ . છએ રાજા મલ્લિકુમારીને પરણવાની આશાથી ગર્ભગૃહમાં આવી પહોંચ્યા. સવાર થતાં જ બધાએ મલ્લિકુમારીની મૂર્તિ જોઈ માની લીધું કે આ જ મલ્લિકુમારી છે. તે તરફ અનિમેષ દૃષ્ટિએ જોવા લાગ્યા. મલ્લિ સાક્ષાત ત્યાં ગઈ અને મૂર્તિના મસ્તક ઉપરનું છિદ્ર ખુલ્લું ક્યું. ભયંકર બદબૂ ફેલાવા લાગી. દુર્ગધ અસહય બની. બધા ગભરાઈ ઉઠયા. બધાએ નાકે ડૂચા માર્યા. વિષય આસક્ત રાજાઓને પ્રતિબોધવાનો સમય હતો. નાક મોઢું બગાડવાનું કારણ પૂછતાં બધાનો એક જ જવાબ આવ્યો કે અસહ્ય બદબૂ, "દેવાનુપ્રિયો! આ મૂર્તિમાં દરરોજ એક એક કોળિયો નાખવાથી આવું અનિષ્ટ અને અમનોજ્ઞ પરિણામ આવ્યું તો આ ઔદારિક શરીરનું પરિણામ કેટલું અશુભ, અનિષ્ટ અને અમનોજ્ઞ હશે? આ શરીર તો મળ-મૂત્ર, લોહી આદિનું ભાજન છે. તેના પ્રત્યેક દ્વારમાંથી ગંદા પદાર્થો વહી રહ્યા છે. સડવું અને ગળવું તેનો સ્વભાવ છે. એના પરથી ચામડાની ચાદરને દૂર કરવામાં આવે તો Page #13 -------------------------------------------------------------------------- ________________ jainology | આગમસાર શરીર કેટલું અસુંદર એટલે કે બીભત્સ દેખાય? ગીધ–કાગડાઓનું ભક્ષ્ય બની જાય. આવા અમનોજ્ઞ શરીર ઉપર શા માટે મોહિત થયા છો? આ પ્રમાણે સંબોધન કરી મલ્લિકુમારીએ પૂર્વભવ કહયો. કેવી રીતે દીક્ષા લીધી, માયા-કપટ ર્યું, દેવપર્યાયમાં ઉત્પન્ન થયા ઇત્યાદિક વર્ણન કહી સંભળાવ્યું. આ સાંભળી છએ રાજાઓને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બધાને વૈરાગ્ય આવ્યો. ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મૂકી દીધા. તે સમયે વાતાવરણમાં અનુરાગને બદલે વૈરાગ્ય છવાઈ ગયો. તે વખતે રાજકુમારીએ દીક્ષા અંગીકાર કરવાનો સંકલ્પ ર્યો. તીર્થંકરોની પરંપરા અનુસાર વાર્ષિકદાન દીધા પછી પ્રવ્રજયા અંગીકાર કરી. જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી જિતશત્રુ આદિ છએ રાજાઓએ પણ દીક્ષા અંગીકાર કરી. અંતે બધાએ મુક્તિ મેળવી. મલ્લિ ભગવતી ચૈત્ર સુદ ૪ના દિને નિર્વાણ—મોક્ષ પધાર્યા. કુંભરાજા અને પ્રભાવતી રાણીએ શ્રાવકવ્રત સ્વીકાર્યા હતા. છએ રાજાઓ સંયમ અંગીકાર કરી, ચૌદ પૂર્વી બની અંતે મોક્ષમાં ગયા. મલ્લિનાથ તીર્થંકરના ૨૮ ગણધર હતા. ૨૫ ધનુષ્યની ઉંચાઈ હતી. ૧૦૦ વર્ષ ઘરમાં રહ્યા. ૫૫ હજાર વર્ષની ઉંમર ભોગવી. પૂર્વે મહાવિદેહ ક્ષેત્રમાં મહાબલના ભવમાં ૮૪ લાખ વર્ષ સુધી સંયમનું પાલન ક્યું હતું. કુલ ઉંમર ત્યાં ૮૪ લાખ પૂર્વની હતી. ત્યાં તીર્થંકર નામ કર્મ ઉપાર્જન ક્યું હતું. તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કરવાના ૨૦ બોલ આ પ્રમાણે છે : (૧) અરિહંત (૨) સિદ્ઘ (૩) જિન સિદ્ધાંત (૪) ગુરુ (૫) સ્થવિર (૬) બહુશ્રુત (૭) તપસ્વી—આ સાતની ભક્તિ, બહુમાન, ગુણ–કીર્તન કરવાથી (૮) વારંવાર જ્ઞાનમાં ઉપયોગ કરવાથી (૯) દર્શન શુદ્ધિ (૧૦) વિનય (૧૧) ભાવયુક્ત પ્રતિક્રમણ (૧૨) નિરતિચાર સંયમનું પાલન (૧૩) અપ્રમત્ત જીવન (૧૪) તપસ્યા (૧૫) ત્યાગ, નિયમ અથવા દાન (૧૬) અપૂર્વજ્ઞાન ગ્રહણ (૧૭) સમાધિભાવમાં રહેવું અથવા બીજાને શાતા ઉપજાવવી (૧૮) સેવા કરવી (૧૯) શ્રુત ભક્તિ (૨૦) જિનશાસનની પ્રભાવના કરવી. 13 ઉપરોકત બોલમાંથી એક અથવા એકથી વધુ બોલનું સેવન કરવામાં ઉત્કૃષ્ટ રસ ઉત્પન્ન થાય તો તીર્થંકર નામકર્મનો બંધ થાય છે. આ બંધ પડયા પછી ત્રીજા ભવમાં અવશ્ય તીર્થંકર બને છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રેરણા – શિક્ષા : (૧) ધર્મકાર્યમાં પણ સરલતા હોવી અત્યંત આવશ્યક છે. અતિશય હોશિયારી કે કપટભાવ ક્ષમ્ય નથી. વિશિષ્ટ તપ–સાધના કાળમાં નહિવત્ માયા દ્વારા મહાબળના જીવને મિથ્યાત્વની પ્રાપ્તિ અને સ્ત્રીવેદનો બંધ થઈ ગયો, જેનું ફળ તીર્થંકર બન્યા પછી પણ ભોગવવું પડયું. (૨) મિત્રોની સાથે ક્યારેય દ્રોહ – વિશ્વાસઘાત કરવો નહિ. સાથે સંયમ લેવાનું વચન આપ્યું હોય તો પણ સમય આવતાં પૂર્ણ કરવું. જેવી રીતે મહાબલના છ મિત્ર રાજા હોવા છતાં સાથે જ દીક્ષા લીધી. (૩) ઇચ્છા પર કાબૂ ન રાખતી વ્યક્તિ પ્રાપ્ત થયેલા પૂર્ણ સુખોમાં પણ અસંતુષ્ટ રહે છે અને અપ્રાપ્તની લાલસામાં ગોથાં ખાય છે. દા.ત. છએ રાજા પરિવાર સંપન્ન હોવા છતાં મલ્લિકુમારીનું વર્ણન સાંભળી તેમાં આસક્ત થઈ યુદ્ધ કરવા ગયા. આ બધી અસંતોષવૃત્તિ છે. જ્ઞાની થવાનું ફળ એ છે કે પ્રાપ્ત થયેલી સામગ્રીમાં સંતોષ માની ઉત્તરોત્તર તેમાં ત્યાગ ભાવનાની વૃદ્ધિ કરવી. (૪) મોહનો નશો વધારે ચઢયો હોય તો તે પ્રેમ અને ઉપદેશથી એક વાર ઉતરતો નથી પરંતુ એક વખત પ્રતિકૂળ ભયંકર પરિસ્થિતિ આવતાં કુશળ ઉપદેશકનો સંયોગ થાય તો જરૂર જીવન પરિવર્તિત થઈ જાય છે. (૫) મલ્લિકુમારીએ એંઠા કોળિયા મૂર્તિમાં નથી નાખ્યા પરંતુ એક કોળિયા જેટલો શુદ્ધ આહાર નાખ્યો હતો. દ્વાર બંધ રહેવાથી અનાજ સુકાતું નહિ તેથી તેમાં દુર્ગંધ પેદા થઈ પરંતુ સમૂર્ચ્છિમ કે ત્રસ જીવોની ઉત્પત્તિ નથી થઈ. વિવેકસભર પ્રવૃત્તિ કરવામાં આવી હતી. વિશાળ ભવન, જાલિગૃહ અને પૂતળી આદિના આરંભજન્ય નિર્માણ પ્રવૃત્તિની સાથે આહારની દુર્ગંધની પ્રવૃત્તિનો આરંભ મહત્વનો નથી અર્થાત્ ભવનના નિર્માણ માટે પૃથ્વી, પાણી, અગ્નિ આદિના આરંભ સામે આહારનો દુર્ગંધિત થવાનો આરંભ નગણ્ય સમજવો જોઇએ. (૬) પોતાની ભૌતિક ઋદ્ધિમાં ક્યારેય ફુલાવું ન જોઇએ. સંસારમાં કેટલાય એક એકથી અધિક ચડિયાતા વૈભવશાળી જીવો હોય છે. કૂપમંડૂક ન બનતાં વિશાળ દૃષ્ટિ રાખવી જોઇએ. (૭) પરીક્ષાની ઘડીઓ જ્યારે આવે છે ત્યારે ખૂબ ગંભીર અને સહનશીલ બનવું જોઇએ. તે સમયે લોકનિંદા, તિરસ્કાર અને કષ્ટોની ઉપેક્ષા કરવી જોઇએ. દા.ત. અર્હન્નક શ્રાવકે દેવ ઉપદ્રવ આવ્યો જાણી ઉક્ત ગુણોને ધારણ કરી નિર્ભય દઢ મનોબળની સાથે કામ લીધું. ત્યારે માનવની શાંતિ અને ધૈર્ય પાસે વિકરાળ દાનવની શક્તિ વિનષ્ટ થઈ અને દેવ નતમસ્તક બની ગયો. (૮) પરિગ્રહની મર્યાદાવાળો શ્રાવક અકસ્માત પ્રાપ્ત થતી સંપતિને પોતાની પાસે નથી રાખતો. જેવી રીતે અર્જુનક શ્રાવકને દેવાધિષ્ઠિત કુંડલની બે જોડ મળી છતાં બન્ને રાજાઓને ભેટ સ્વરૂપે આપી દીધી. (૯) સમૃદ્ધ શ્રાવક પોતાની આજુબાજુમાં રહેવાવાળા સામાન્ય પરિસ્થિતિવાળા જન સમુદાયને વ્યાપારમાં અનેક પ્રકારનો સહયોગ આપે તો એ તેની અનુકંપા અને સાધર્મિક સાથેનો સહાનુભૂતિનો વ્યવહાર ગણાય. જે શ્રાવક માટે અનિવાર્ય ફરજ છે. જેથી વ્યવહારિક રીતે ધર્મ અને ધર્મીઓ પ્રશંસિત થાય છે. જીવો પ્રત્યે ઉપકાર થાય છે. સારાંશ એ છે કે અર્હન્નક શ્રાવકના જીવનમાંથી ધર્મમાં દઢતા, સહવર્તીઓનો સહયોગ અને પરિગ્રહની સીમામાં સતર્ક રહેવું, મનને લોભાન્વિત ન કરવું ઇત્યાદિક પ્રેરણા ગ્રહણ કરવા જેવી છે. (૧૦) પોતાની કળામાં કોઈ ગમે તેટલો નિપુણ હોય છતાં પ્રવૃત્તિમાં વિવેકબુદ્ધિ ન હોય તો તેને લાભ અને યશની જગ્યાએ દુ:ખ અને તિરસ્કારની પ્રાપ્તિ થાય છે. (અહીં મલ્લિકુમારીનું ચિત્ર બનાવનાર ચિત્રકારને દેશનિકાલની સજાની કથા છે.) (૧૧) શુચિ મૂલક ધર્મમાં પાણીના જીવોનો આરંભ કરી તેને ધર્મ તથા મુક્તિમાર્ગ માનવામાં આવે છે જે અશુદ્ધ સિદ્ધાંત છે. આવા સિદ્ધાંતને લોહીથી લોહીની શુદ્ધિ કરવાની વૃત્તિની ઉપમા આપવામાં આવી છે. તેથી મુમુક્ષુ આત્માએ છ કાયના જીવોની કોઈપણ ઉદ્દેશથી કરવામાં આવેલી હિંસા મોક્ષદાયક ન માનવી. Page #14 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 14 સબ જીવ રક્ષા યહી પરીક્ષા, ધર્મ ઉસકો જાનીયે – જહાં હોત હિંસા, નહીં હૈ સંશય, અધર્મ વહી પહચાનીયે. (૧૨) મલ્લિનાથ ભગવાનની નિર્વાણ તિથિનું વર્ણન કરતાં સૂત્રમાં કહ્યું છે કે ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસનો બીજો પક્ષ અને ચૈત્ર સુદિ ચતુર્થીના દિને પાંચસો સાધુ અને પાંચસો સાધ્વીજીઓની સાથે ભગવાન મોક્ષે પધાર્યા.અહીં ધ્યાન દેવા યોગ્ય વાત એ છે કે મહિનાનો પ્રથમ પક્ષ વદિ અને બીજો પક્ષ સુદિ કહ્યો છે. તેથી એ સિદ્ધ થાય છે કે જૈન સિદ્ધાંત અનુસાર અમાસને અંતે મહિના કે વર્ષ પૂર્ણ નથી થતા પણ મહિના અને વર્ષ પૂર્ણિમાને અંતે થાય છે. ઋતુ પણ પૂર્ણિમાને અંતે પૂર્ણ થાય છે. અધ્યયન - ! – ૯ જિનપાલ અને જિનરક્ષિત ચંપા નગરીના માકંદી સાર્થવાહને બે પુત્ર હતા જિનપાલિત અને જિનરક્ષિત. તેઓ અગિયાર વખત લવણસમુદ્રની યાત્રા કરી ચૂક્યા હતા. તેમની યાત્રાનો ઉદ્દેશ વ્યાપાર કરવાનો હતો. તે જ્યારે પણ સમુદ્રયાત્રાએ ગયા, સફળતા પ્રાપ્ત કરી પાછા વળ્યા. તેથી તેમનું સાહસ વધવા લાગ્યું. તેઓએ બારમી વખત સમુદ્રયાત્રા કરવાનો સંકલ્પ ર્યો. માતા–પિતા પાસેથી અનુમતિ માંગી. માતા–પિતાએ તેમને યાત્રા કરવાની અનિચ્છા દર્શાવી. પુત્રો! આપણી પાસે વડીલોપાર્જિત ધન સંપત્તિ પ્રચુર પ્રમાણમાં છે. સાત પેઢી બેઠાં બેઠાં ઉપભોગ કરશો છતાં ખૂટશે નહિ. સમાજમાં પ્રતિષ્ઠા પણ સારી છે; તો પછી અનેકાનેક વિઘ્નોથી પરિપૂર્ણ સમુદ્રયાત્રા કરવાની આવશ્યકતા શી છે? બારમી યાત્રા સંકટોથી ભરપૂર હોય છે. તેથી યાત્રાનો વિચાર સ્થગિત કરી દો. ઘણી રીતે સમજાવવા છતાં યુવાનીના જોશમાં તે માન્યા નહિ અને યાત્રા કરવા નીકળી પડયા. સમુદ્રમાં ઘણે દૂર નીકળી ગયા પછી માતા–પિતાના વચનો સદશ થયા. આકાશમાં ભીષણ ગર્જના થઈ. આકાશમાં વિજળી તાંડવ નૃત્ય કરવા લાગી. પ્રલયકાળ જેવી ભયંકર આંધીએ રૌદ્રરૂપ ધારણ ર્ક્યુ. જિનપાલિત અને જિનરક્ષિતનું વહાણ તે આંધીમાં ફસાઈ ગયું. છિન્નભિન્ન થઈ ગયું. વ્યાપારને અર્થે જે માલ ભર્યો હતો તે સાગરના ગર્ભમાં સમાઈ ગયો. બન્ને ભાઈ નિરાધાર થઈ ગયા. તેમણે જીવવાની આશા છોડી દીધી. માતા–પિતાની વાતનો અસ્વીકાર કરવાથી ભારે પશ્ચાતાપ કરવા લાગ્યા. સંયોગાધીન વહાણનું પાટીયું હાથમાં આવ્યું. તેના સહારે તરતાં તરતાં સમુદ્રના કિનારે આવવા લાગ્યા. જે પ્રદેશમાં આવ્યા તે રત્નદ્વીપ હતો. આ દ્વીપના મધ્યભાગમાં રત્નાદેવી નિવાસ કરતી હતી. તેનો એક અત્યંત સુંદર મહેલ હતો; જેની ચારે દિશામાં ચાર વનખંડ હતા. રત્નાદેવીએ અવધિજ્ઞાન દ્વારા માકંદીયપુત્રોને મુશ્કેલીમાં ફસાયેલા સમુદ્રકિનારે જોયા અને તુરત તેમની પાસે આવી પહોંચી. તે બોલી–જો તમે બંને જીવિત રહેવા ઇચ્છતા હો તો મારી સાથે ચાલો અને મારી સાથે વિપુલ ભોગ ભોગવતા આનંદપૂર્વક રહો. જો મારી વાત નહીં માનો, ભોગનો સ્વીકાર નહિ કરો તો આ તલવારથી મસ્તક કાપી ફેંકી દઈશ. માકન્દ્રીય પુત્રોની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેઓએ દેવીની વાતનો સ્વીકાર ર્યો. તેના પ્રાસાદમાં જઈ તેની ઇચ્છા તૃપ્ત કરવા લાગ્યા. ઇન્દ્રની આજ્ઞાથી, સુસ્થિત દેવે રત્નાદેવીને લવણસમુદ્રની સફાઈને માટે નિયુક્ત ર્યા હતા. સફાઈને માટે જતાં તેણે માકંદીય પુત્રોને ત્રણ દિશામાં સ્થિત ત્રણ વનખંડમાં જવા એવં ક્રીડા કરવાની અનુજ્ઞા આપી. પરંતુ દક્ષિણ દિશાના વનખંડમાં જવાનો નિષેધ ક્યોં. વળી કહ્યું કે ત્યાં એક અત્યંત ભયંકર સર્પ રહે છે, ત્યાં જશો તો મૃત્યુ પામશો. એક વખત બન્ને ભાઈઓને દક્ષિણ દિશાના વનખંડમાં શું છે? દેવીએ શા માટે મનાઈ કરી છે? આવું જાણવાની કુતૂહલ બુદ્ધિ પેદા થઈ. તે દક્ષિણ વનખંડમાં ગયા. ત્યાં તેઓએ એક પુરુષને શૂળી ઉપર ચઢેલો જોયો. પૂછતાં ખ્યાલ આવ્યો કે માકંદીયપુત્રોની જેમ દેવીના ચક્કરમાં ફસાઈ ગયો હતો અને કોઈ સામાન્ય અપરાધના કારણે દેવીએ શૂળીએ ચઢાવી દીધો. તેની કરુણ કહાની સાંભળી માકંદીયપુત્રનું હૃદય કંપી ઉઠયું. પોતાના ભવિષ્યની કલ્પનાથી તે શોકમગ્ન બની ગયા. મુક્તિ માટેનો ઉપાય પૂછયો. પૂર્વના વનખંડમાં અશ્વરૂપધારી શૈલક નામનો યક્ષ રહેતો હતો. અષ્ટમી આદિ તિથિઓના દિવસે એક નિશ્ચિત સમયે બુલંદ અવાજે ઘોષણા કરતો હતો ( કં તારિયામિ કં પાલયામિ ) અર્થાત્ કોને તારું અને કોને પાળું? એક દિવસ બન્ને ભાઈ ત્યાં જઈ પહોંચ્યા અને તેઓએ પોતાને તારવા અને પાળવાની પ્રાર્થના કરી. - શૈલક યક્ષે તેની પ્રાર્થનાનો સ્વીકાર તો ર્યો પણ શરતની સાથે કહ્યું – 'રત્નાદેવી અત્યંત પાપિણી, ચંડા, રૌદ્રા, ક્ષુદ્રા અને સાહસિકા છે. જ્યારે હું તમને લઈ જાઉં ત્યારે અનેક ઉપદ્રવ કરશે, લલચાવશે, મીઠી મીઠી વાતો કરશે. તમે તેના પ્રલોભનમાં સપડાઈ જશો તો હું તત્ક્ષણે મારી પીઠ ઉપરથી તમને સમુદ્રમાં ફેંકી દઈશ. પ્રલોભનમાં ન ફસાતા, મનને દઢ રાખશો તો તમને હું ચંપાનગરી પહોંચાડી દઈશ.' શૈલક યક્ષે બન્નેને પીઠ ઉપર બેસાડી લવણ સમુદ્ર ઉપર ચાલવા માંડયું. રત્નાદેવી જ્યારે પાછી વળી અને બન્નેને ન જોતાં અવધિજ્ઞાનથી જાણી લીધું કે મારી ચૂંગાલમાંથી ભાગી છૂટયા છે. તીવ્ર ગતિએ તેનો પીછો કરી પકડી પાડ્યા. અનેક પ્રકારે વિલાપ ર્યો. પરંતુ જિનપાલિત શૈલક યક્ષની ચેતવણીને ધ્યાનમાં રાખી અવિચલ રહ્યો. મનને અંકુશમાં રાખ્યું પરંતુ જિનરક્ષિતનું મન ડગી ગયું. શ્રૃંગાર અને કરૂણાજનક વાણી સાંભળી રત્નાદેવી પ્રત્યે અનુરાગ પ્રગટયો. પોતાની પ્રતિજ્ઞા અનુસાર યક્ષે તેને પીઠ ઉપરથી પછાડયો અને નિર્દયી રત્નાદેવીએ તલવાર ઉપર ઝીલી ટુકડે ટુકડા ર્યા. જિનપાલિત પોતાના મન ઉપર નિયંત્રણ રાખી દઢ રહ્યો અને સકુશલ ચંપાનગરીમાં પહોંચી ગયો. પારિવારિક જનોને મળી, માતા પિતાની કૃપા પ્રાપ્ત કરી; અને તેમની શિક્ષા ન માનવાને માટે પશ્ચાતાપ કરવા લાગ્યો. પ્રેરણા – શિક્ષા :- જે નિર્પ્રન્થ અથવા નિર્પ્રન્થી આચાર્ય, ઉપાધ્યાયની સમીપે પ્રવ્રુજિત થયા પછી મનુષ્ય સંબંધી કામભોગોનો આશ્રય લે છે તે મનુષ્ય આ ભવમાં નિંદનીય બને છે. અનેક કષ્ટોને પ્રાપ્ત કરે છે અને અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે તેની દશા જિનરક્ષિત જેવી થાય છે. પાછળ જોનાર જિનરક્ષિત ડૂબી ગયો અને પાછું ન જોનાર જિનપાલિત નિર્વિઘ્નપણે સ્થાને પહોંચી ગયો. તેવી રીતે ચારિત્રવાન મુનિએ વિષયોમાં અનાસક્ત રહી ચારિત્રનું પાલન કરવું જોઇએ. જે નિર્પ્રન્થ, નિગ્રન્થી મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરી, અંતિમ શ્વાસ સુધી દઢતાપૂર્વક પોતાની પ્રતિજ્ઞામાં રત રહે છે તેનું સંયમ જીવન ધન્ય બની જાય છે; ભવભ્રમણના દુઃખોથી મુક્ત બની જાય છે. જેમકે જિનપાલે રત્નાદેવીની ઉપેક્ષા કરી તો સુરક્ષિત જીવનની સાથે ઘેર પહોંચી ગયા અને અંતે ભગવાન સમીપે સંયમ ગ્રહણ કરી, પ્રથમ ભવ દેવલોકનો પૂર્ણ કરી મહાવિદેહથી મોક્ષે જશે.આ Page #15 -------------------------------------------------------------------------- ________________ 15 jainology આગમસાર પ્રેરણાપ્રદ દષ્ટાંતને સ્મૃતિ પટલ ઉપર રાખી, ત્યાગેલા ભોગની આકાંક્ષા કે યાચના ન કરવી જોઈએ. પૂર્ણ વિરક્ત ભાવોથી. સંયમ–તપમાં રમણ કરતાં વિચરવું જોઇએ. અધ્યયન – ૧૦ચંદ્રની કળા (દષ્ટાંત) પ્રસ્તુત અધ્યયનમાં કોઈ કથાનું વર્ણન કરવામાં નથી આવ્યું પણ ઉદાહરણ દ્વારા જીવોનો વિકાસ અને હ્રાસ અથવા ઉત્થાન અને પતનનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વખત ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન ર્યો – ભંતે! જીવ ક્યા કારણથી વૃદ્ધિ અને હાનિને પ્રાપ્ત કરે છે? 'ગૌતમ! જેવી રીતે કૃષ્ણપક્ષની પ્રતિપદાનો ચંદ્રમા, પૂર્ણિમાના ચંદ્રની અપેક્ષાએ કાન્તિ, દીપ્તિ, પ્રભા અને મંડલની દષ્ટિથી હીન હોય છે. ત્યારબાદ બીજ, ત્રીજ આદિ તિથિઓમાં હીનતર થતો જાય છે. પક્ષાંતે અમાવાસ્યાના દિને પૂર્ણ રૂપે વિલીન–નષ્ટ થઈ જાય છે. તે જ પ્રકારે જે અણગાર આચાર્યાદિની સમીપે ગૃહત્યાગ કરી અણગાર બને છે. તે જો ક્ષમા, માર્દવ, આર્જવ, બ્રહ્મચર્ય આદિ મુનિધર્મથી હીન હોય છે તો ઉત્તરોત્તર હીનતર થતો જાય છે. અનુક્રમે પતનની તરફ આગળ વધતો જાય છે અને અંતે અમાવાસ્યાના ચંદ્રની સમાન પૂર્ણ રૂપે નષ્ટ થઈ જાય છે અર્થાત્ સંયમ રહિત બને છે. વિકાસ એટલે કે વૃદ્ધિનું કારણ તેનાથી વિપરીત છે. શુકલપક્ષની પ્રતિપદાનો ચંદ્ર અમાવાસ્યાના ચંદ્રમાની અપેક્ષાએ વર્ણ, કાન્તિ, પ્રભા, સૌમ્યતા, સ્નિગ્ધતા આદિની દષ્ટિએ અધિક હોય છે અને દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. પૂર્ણિમાના દિવસે પોતાની સમગ્ર કલાઓથી ઉદિત થાય છે. મંડળથી પણ પરિપૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એવી જ રીતે જે સાધુ પ્રવ્રજયા અંગીકાર કરી ક્ષમા, શાંતિ, સંતોષ, સરલતા, લઘુતા, બ્રહ્મચર્ય આદિ ગુણોનો ક્રમથી વિકાસ કરે છે તે અંતે પૂર્ણિમાના ચંદ્રની જેમ સંપૂર્ણ પ્રકાશમય બની. જાય છે. તેની અનંત આત્મ જ્યોતિ, જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. પ્રેરણા – શિક્ષા - અધ્યયન સંક્ષિપ્ત છે પણ તેના ભાવ ગઢ છે. માનવજીવનનું ઉત્થાન અને પતન તેના ગણો અને અવગણો ઉપર અવલંબિત છે. કોઈપણ અવગુણ પ્રારંભે અલ્પ હોય છે. તેની જો ઉપેક્ષા કરવામાં આવે તો અવગુણ ચરમ સીમાએ પહોંચી જાય છે. અંતે જીવનને પૂર્ણ અંધકારમય બનાવી દે છે. તેનાથી ઉર્દુ, મનુષ્ય જો સગુણોની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરે તો અંતે તે ગુણોમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એટલે કે અવગુણને ઉત્પન્ન થતાની સાથે જ ડામી દેવા જોઈએ અને સદ્ગણોના વિકાસ માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઇએ. આ અધ્યયનથી એ જાણવા મળે છે કે દીક્ષા ગ્રહણ કરતાં મુનિ શુકલપક્ષની દ્વિતીયાનો ચંદ્રમા બને છે. પૂર્ણિમાના ચંદ્ર બનવા માટે નિરંતર સાધુના ગુણોનો વિકાસ કરતા રહેવું જોઇએ.આધ્યાત્મિક ગુણોના વિકાસમાં અંતરંગ, બહિરંગ આદિ અનેક પ્રકારના નિમિત્ત કારણ હોય છે, ગુણોના વિકાસ માટે ગુરુનો સમાગમ બહિરંગ નિમિત્ત કારણ છે તો ચારિત્રાવણકર્મનો ક્ષયોપશમ અને અપ્રમાદવૃત્તિ અંતરંગ નિમિત્ત કારણ છે. બન્ને પ્રકારના નિમિત્ત કારણોના સંયોગ થી આત્મગુણોના વિકાસમાં સફળતા મળે છે. અધ્યયન - ૧૧ દાવદ્રવ વૃક્ષ (દષ્ટાંત) MANGROV (ચેરીયા) સમુદ્રના કિનારે સુંદર મનોહર દાવદ્રવ નામના વૃક્ષ હોય છે તે જ્યારે (૧) દ્વીપનો વાયુ વાય છે ત્યારે કોઈ વૃક્ષ અધિક ખીલે છે અને થોડા કરમાઈ જાય છે. (૨) સમુદ્રનો વાયુ વાય છે ત્યારે ઘણા કરમાઈ જાય છે અને થોડા ખીલે છે. (૩) જ્યારે કોઈપણ વાયુ નથી વાતો ત્યારે બધા કરમાઈ જાય છે. (૪) જ્યારે બન્ને વાયુ વાય છે ત્યારે બધા ખીલી ઉઠે છે, સુશોભિત થાય છે. દાવદ્રવ વૃક્ષની જેમ સહનશીલતાની અપેક્ષાએ સાધુના પણ ચાર પ્રકાર છે. (૧) સ્વતીર્થિક સાધુ-સાધ્વી આદિના પ્રતિકૂળ વચન આદિને સમ્યફ રીતે સહન કરે પરંતુ અન્યતીર્થિક કે ગૃહસ્થના પ્રતિકૂળ વચનોને સહન ન કરે. (૨) અન્યતીર્થિકના દુર્વચનોને સમ્યફ પ્રકારે સહન કરે પરંતુ સ્વતીર્થિકોના દુર્વચનને સહન ન કરે. (૩) કોઈના પણ દુર્વચનોને સહન ન કરે. બધાના દુર્વચનોને સમ્યક્ પ્રકારે સહન કરવાવાળા. (૧) સર્વ વિરાધક બધાથી નિમ્ન કક્ષાના શ્રમણ છે. (૧) પ્રથમ વિભાગવાળા દેશ વિરાધક છે (૨) તેનાથી દેશ આરાધક શ્રેષ્ઠ છે. (૨) દ્વિતીય વિભાગવાળા દેશ આરાધક છે (૩) તેનાથી દેશ વિરાધક શ્રેષ્ઠ છે. તૃતીય વિભાગવાળા સર્વ વિરાધક છે. (૪) સર્વ આરાધક બધાથી શ્રેષ્ઠ છે. (૪) ચતુર્થ વિભાગવાળા સર્વ આરાધક છે. દષ્ટાંત દેવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સાધનાને માટે ઉધત બધા સાધકોએ ચોથા વિભાગવાળા દાવદ્રવોની સમાન બની સર્વ આરાધક બનવું જોઈએ. પ્રેરણા - શિક્ષા :આ અધ્યયનમાં કહેવાયેલ દાવદ્રવ વૃક્ષની સમાન સાધુ છે. દ્વીપના વાયુની સમાન સ્વપક્ષી સાધુ આદિના વચન છે, સમુદ્રના વાયુની સમાન અન્ય તીર્થિકોના વચન છે અને પુષ્પ–ફલ આદિની સમાન મોક્ષમાર્ગની આરાધના છે, તેમ સમજવું. જેમ દ્વિપના વાયુના સંસર્ગથી વૃક્ષની સમૃદ્ધિ બતાવી છે તે પ્રકારે સાધર્મિકના દુર્વચન સહેવાથી મોક્ષમાર્ગની આરાધના અને અન્ય તીર્થિકના દુર્વચન ન સહેવાથી વિરાધના સમજવી જોઇએ. અન્યતીર્થિકોના દુર્વચન ન સહેવાથી મોક્ષમાર્ગની અલ્પ વિરાધના થાય છે. જે પ્રકારે સમુદ્રી વાયુના સંસર્ગથી પુષ્પ આદિની થોડી સમૃદ્ધિ અને બહ અસમૃદ્ધિ બતાવી, તે પ્રકારે પરતીર્થિકોના દુર્વચન સહન Page #16 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 16 કરવા અને સ્વપક્ષના સહન ન કરવાથી થોડી આરાધના અને બહુ વિરાધના હોય છે. બન્નેના દુર્વચન સહન ન કરવાથી, ક્રોધાદિ કરવાથી સર્વથા વિરાધના અને સહન કરવાથી સર્વથા આરાધના થાય છે. તેથી સાધુએ પણ બધા જ દુર્વચન ક્ષમાભાવથી સહન કરવા જોઇએ. તાત્પર્ય એ છે કે દુર્વચન સાંભળીને જેનું ચિત્ત કલુષિત થતું નથી તે હકીકતમાં સહનશીલ કહેવાય છે અને તે આરાધક થાય છે. આ રીતે આરાધક બનવા માટે ક્ષમા, સહિષ્ણુતા, વિવેક, ઉદારતા આદિ અનેક ગુણોની પણ આવશ્યકતા હોય છે. તેથી દુર્વચન સહન કરવા એ મુનિની અનિવાર્ય ફરજ બને છે. અધ્યયન – ૧૨. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાન (રૂપક કથા) ચંપા નગરીના રાજા જિતશત્રુના સુબુદ્ધિ નામના પ્રધાન હતા. રાજા જિતશત્રુ જિનમતથી અનભિજ્ઞ હતા. જ્યારે સુબુદ્ધિ અમાત્ય શ્રમણોપાસક હતા. એક દિવસનો પ્રસંગ હતો. રાજાએ અન્ય અનેક પ્રતિષ્ઠિત જનોની સાથે ભોજન ર્ક્યુ. સંયોગવશ તે દિવસે ભોજન ખૂબ સ્વાદિષ્ટ બન્યું. ભોજન ર્યા બાદ ભોજનના સ્વાદિષ્ટપણાથી વિસ્મિત રાજાએ ભોજનની ખૂબ પ્રશંસા કરી. અન્ય લોકોએ તેને ટેકો આપ્યો. સુબુદ્ધિ પ્રધાન તે વખતે હાજર હતા છતાં તેમણે મૌન સેવ્યું. સુબુદ્ધિનું મૌન જાણી રાજાએ વારંવાર ભોજનની પ્રશંસા કરી તેથી સુબુદ્ધિને બોલવું પડ્યું – 'સ્વામિન્! એમાં આશ્ચર્ય જેવું નથી. પુદ્ગલોના પરિણમનના અનેક પ્રકાર હોય છે. શુભ પુદ્ગલ અશુભમાં પરિણમી જાય છે, તેમજ અશુભ પુદ્ગલ શુભમાં પણ પરિણમે. અંતે તો પુદ્ગલ જ છે. મને તેમાં આશ્ચર્ય જેવું કંઈ નથી લાગતું.' સુબુદ્ધિના આ કથનનો રાજાએ આદર ન ર્યો પણ ચૂપ રહી ગયા. ચંપા નગરીની બહાર એક ખાઈ હતી. તેમાં અત્યંત અશુચિ દુર્ગન્ધયુક્ત અને સડેલા મૃત કલેવરોથી વ્યાપ્ત ગંદુ પાણી ભરેલું રહેતું. રાજા જિતશત્રુ પ્રધાનની સાથે ફરવા નીકળતાં આ ખાઈ પાસેથી પસાર થયા. પાણીની દુર્ગંધથી તે અકળાઈ ગયા. તેણે વસ્ત્રથી નાક–મુખ ઢાંકી દીધા. તે સમયે રાજાએ પાણીની અમનોજ્ઞતાનું વર્ણન ક્યું. સાથીઓએ તેમાં સૂર પૂરાવ્યો. પરંતુ સુબુદ્ધિ મૌન રહ્યો તે જોઈ રાજાએ વારંવાર ખાઈના દુર્ગન્ધયુક્ત પાણી માટે કહ્યું ત્યારે સુબુદ્ધિએ પુદ્ગલના સ્વભાવનું પૂર્વ પ્રમાણે જ વર્ણન કર્યું. રાજાથી તે ન સંભળાયું. તેમણે કહ્યું – સુબુદ્ધિ! તમે કદાગ્રહના શિકાર બન્યા છો અને બીજાને જ નહીં પોતાને પણ ભ્રમમાં નાખો છો. સુબુદ્ધિ તે સમયે મૌન રહ્યા અને વિચાર્યું રાજાને સત્ય વચન ઉપર શ્રદ્ધા નથી. તેને કોઈપણ ઉપાયે સન્માર્ગ પર લાવવા જોઇએ. આમ વિચારી તેમણે પૂર્વોક્ત ખાઈનું પાણી મંગાવ્યું અને વિશિષ્ટ વિધિથી ૪૯ દિવસમાં તેને અત્યંત શુદ્ધ અને સ્વાદિષ્ટ બનાવ્યું. તે સ્વાદિષ્ટ પાણી જ્યારે રાજાને મોકલવામાં આવ્યું અને તે પીધું. તો તે આસક્ત બન્યા. પ્રધાનજીએ પાણી મોકલાવ્યું છે તે જાણ્યું ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે ક્યા કૂવાનું પાણી છે? પ્રધાનજીએ નિવેદન ર્ક્યુ કે, 'સ્વામિન્! આ તે જ ખાઈનું પાણી છે જે આપને અત્યંત અમનોજ્ઞ પ્રતીત થયું હતું.' રાજાએ સ્વયં પ્રયોગ ક્યોં. સુબુદ્ધિનું કથન સત્ય સિદ્ધ થયું. ત્યારે રાજાએ સુબુદ્ધિને પૂછ્યું, "સુબુદ્ધિ! તમારી વાત સત્ય છે પણ બતાવો તો ખરા કે આ સત્ય, કથનનું યથાર્થ તત્વ કેવી રીતે જાણ્યું? તમને કોણે બતાવ્યું?" સુબુદ્ધિએ ઉત્તર આપ્યો– સ્વામિન્! આ સત્યનું પરિજ્ઞાન મને જિન ભગવાનના વચનોથી થયું છે. વીતરાગવાણીથી જ આ સત્ય તત્વને ઉપલબ્ધ કરી શક્યો છું. રાજાએ જિનવાણી શ્રવણ કરવાની અભિલાષા પ્રગટ કરી. સુબુદ્ધિએ તેને ચાતુર્યામ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. રાજા પણ શ્રમણોપાસક બની ગયા. એકદા સ્થવિર મુનિઓનું ચંપામાં પદાર્પણ થયું. ધર્મોપદેશ સાંભળ્યો. સુબુદ્ધિ પ્રધાને દીક્ષા અંગીકાર કરવા અનુજ્ઞા માંગી. રાજાએ થોડો સમય સંસારમાં રહેવા અને પછી સાથે દીક્ષા લેવાનું કહ્યું. સુબુદ્ધિ પ્રધાને તે કથનનો સ્વીકાર ર્યો. બાર વર્ષ પછી બંને સંયમ અંગીકાર કરી અંતે જન્મ-મરણની વ્યથાઓથી મુક્ત થઈ ગયા. પ્રેરણા – શિક્ષા :– પ્રસ્તુત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષ કોઈપણ વસ્તુને ફક્ત બાહ્ય દષ્ટિથી વિચારતા નથી પણ આવ્યંતર તાત્વિક દષ્ટિથી અવલોકન કરે છે. તેની દષ્ટિ તત્વસ્પર્શી હોય છે; તેથી જ તે આત્મામાં રાગદ્વેષની સંભાવના નષ્ટપ્રાયઃ થઈ જાય છે. જ્યારે મિથ્યાદષ્ટિ જીવ ઇષ્ટ–અનિષ્ટ મનોશ–અમનોજ્ઞ ઇત્યાદિ વિકલ્પ કરે છે અને સંકલ્પ–વિકલ્પ દ્વારા રાગ–દ્વેષને વશીભૂત થઈ કર્મબંધનો ભાગી બને છે. આ ઉપદેશને અત્યંત સરલ કથાનક દ્વારા વર્ણવવામાં આવ્યો છે. સુબુદ્ધિ અમાત્ય સમ્યગ્દષ્ટિ, તત્વજ્ઞ શ્રાવક હતા તેથી અન્યની અપેક્ષાએ તેની દૃષ્ટિ જુદી જ હતી. સમ્યગ્દષ્ટિ આત્મા કોઈપણ વસ્તુના ઉપભોગથી ન તો આશ્ચર્યચક્તિ થાય કે ન તો શોકમગ્ન થાય. તે પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણી સ્વભાવમાં સ્થિર રહે છે. આ તેનો આદર્શ ગુણ છે. ન અમુક કુળમાં ઉત્પન્ન થવા માત્રથી શ્રાવકપણું નથી આવતું. આ જાતિગત વિશેષતા નથી. શ્રાવક થવા માટે સૌ પ્રથમ વીતરાગ પ્રરૂપિત તત્વ સ્વરૂપ ઉપર શ્રદ્ધા હોવી જોઇએ. શ્રધ્ધા સાથે શ્રાવકજીવન સ્વીકાર ર્યા બાદ તેના આપ્યંતર તથા બાહ્ય જીવનમાં પરિવર્તન આવી જાય છે. તેની રહેણી કરણી, વચન વ્યવહાર, આહાર વિહાર સર્વ વ્યવહારોમાં પરિવર્તન આવી જાય છે. આ અનુભવ સુબુદ્ધિપ્રધાન શ્રમણોપાસકના જીવનથી જાણી શકાય છે. આ સૂત્રથી પ્રાચીનકાલમાં રાજા અને તેના મંત્રી વચ્ચે કેવો સંબંધ રહેતો હતો અથવા હોવો જોઇએ તે પણ જાણવા મળે છે. અધ્યયન – ૧૩ 'નન્દ મણિયાર" રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરનું પદાર્પણ થતાં દુર્દરાવતંસક વિમાનવાસી દુર્દર નામનો દેવ ત્યાં આવ્યો. રાયપસેણીય સૂત્રમાં વર્ણવ્યા અનુસાર સૂર્યાભદેવની જેમ નાટયવિધિ બતાવી પાછો ગયો. ત્યારે ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછ્યો તેના સંદર્ભમાં ભગવાને Page #17 -------------------------------------------------------------------------- ________________ 17 jainology આગમસાર તેનો ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં જન્મનો પરિચય આપ્યો, તે નીચે પ્રમાણે છે – રાજગૃહી નગરીમાં નંદ નામનો મણિયાર હતો. ભગવાનનો ઉપદેશ સાંભળી શ્રમણોપાસક બન્યો. કાલાંતરે સાધુ સમાગમ ન થવાથી તેમજ મિથ્યાદષ્ટિનો પરિચય વધવાથી તે મિથ્યાત્વી થયો, છતાં તપશ્ચર્યાદિ બાહ્ય ક્રિયાઓ પૂર્વવત્ કરતો હતો. એકદા ગ્રીષ્મઋતુમાં અષ્ટમભક્તની તપશ્ચર્યા કરી, પૌષધશાળામાં રહી પૌષધની ક્રિયા કરી. તે દરમ્યાન સખત ભૂખ અને તરસ લાગતાં પૌષધ અવસ્થામાં જ વાવડી–બગીચા આદિનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. બીજે દિવસે વ્રતમાંથી મુક્ત થયા બાદ રાજા પાસે પહોંચ્યો. રાજાની આજ્ઞા મેળવીને સુંદર વાવડી બનાવાઈ તેની આજુબાજુ બગીચા, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય તથા અલંકારશાળા આદિનું નિર્માણ કરાવ્યું. બહુધા લોકો તેનો ઉપયોગ કરવા લાગ્યા અને નંદમણિયારની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળી નંદ ખૂબ હર્ષિત થયો. વાવડી પ્રત્યે તેની આસક્તિ અધિકાધિક વધવા લાગી. આગળ જતાં નંદના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. રોગ મુક્ત કરનાર ચિકિત્સકોને યોગ્ય પુરસ્કાર આપવાની ઘોષણા કરાવી. અનેક ચિકિત્સકો આવ્યા, અનેકાનેક ઉપચારો ર્યા છતાં સફળતા ન મળી. અંતે નંદ મણિયાર આર્તધ્યાનવશ થઈ મૃત્યુ પામી વાવડીની આસક્તિને કારણે ત્યાંજ દેડકાની યોનિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ વારંવાર લોકોના મુખેથી નંદની પ્રશંસા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વભવના મિથ્યાત્વ સંબંધી પાપનો પશ્ચાતાપ કરી આત્મ સાક્ષીએ પુનઃ શ્રાવકવ્રત અંગીકાર કર્યા. જાવજીવ છઠ છઠના પારણા અને પારણે અચિત આહાર નો તપ કયો. ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં સમસયો. સમાચાર જાણવા મળતાં તે પણ ભગવાનના દર્શન કરવા ઉત્કંઠિત થયો. રસ્તામાં જ શ્રેણિકરાજાના સૈન્યના એક ઘોડાના પગ નીચે તે. દબાઈ ગયો. જીવનનો અંત નજીક જાણી; અંતિમ સમયની વિશિષ્ટ આરાધના સંથારો કરી મૃત્યુ પામી દેવપર્યાયમાં ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનથી જાણી તરત ભગવાનના સમોસરણમાં આવ્યો. દેવગતિનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, ચારિત્ર અંગીકાર કરી મુક્તિપદને મેળવશે. પ્રેરણા – શિક્ષા:- પ્રસ્તુત અધ્યયનમાંથી બે શિક્ષા પ્રાપ્ત થાય છે. (૧) સગુરુના સમાગમથી આત્મિક ગુણોની વૃદ્ધિ થાય છે. તેથી, સંત સમાગમ કરતા રહેવું જોઇએ. (૨) આસક્તિ અધઃપતનનું કારણ છે; તેથી સદાય વિરક્ત ભાવ કેળવવો જોઈએ. વસ્તુ કે વ્યક્તિમાં જ્યારે રાગ-દ્વેષ કે આસક્તિ પરિણામ ન કરવા.(૩) સંજ્ઞિ તિર્યંચને જાતિસ્મરણ જ્ઞાન થઈ શકે છે તથા તે શ્રા આદરી શકે છે.(૪) ચારિત્રની ઘાત થતાં દર્શનની પણ હાનિ થાય છે. (૫) પ્રીતિ ત્યાં ઉત્પતિનાં ન્યાયે આસકતિમાં ઉતપતિ થાય છે.(૬) તીર્થકરને દૂરથી વંદવાથી પણ સુગતિ થાય છે. સમ્યકત્વની ચાર શ્રદ્ધાનું મહત્વ આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે. (૧) જિનભાષિત તત્વજ્ઞાનની વૃદ્ધિ કરવી. (૨) તત્વજ્ઞાની સંતોનો સંપર્ક કરવો. (૩) અન્યધર્મીઓની સંગતિનો ત્યાગ કરવો. (૪) સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ ગયેલાનો પરિચય વર્જવો. આ ચાર બોલથી વિપરીત વર્તતા નંદ મણિયાર શ્રાવક ધર્મથી પતિત થઈ ગયા, માટે યથા શક્તિ નિયમિત સંતોની ઉપાસના તથા જિનવાણીનું શ્રવણ કરવું. તિર્યંચ ભવમાં પણ જાતે જ શ્રાવક વ્રત ધારણ કરી શકાય તેમજ અંતિમ સમયે આજીવન અનશન પણ જાતે જ કરી શકાય છે, તે આ અધ્યયન દ્વારા ફલિત થાય છે.(શું કંઠસ્થ જ્ઞાન જરુરી છે? આ પ્રશ્નનો ઉતર અહિં મળે છે. કેવલી ભગવાનનાં જ્ઞાનમાં લોકનાં જે ભાવ દેખાયા તે પરથી જીવ ગતિથી કર્મસંયોગે જો આવી કોઈ પરિસ્થિતિમાં પડી જાય તો ફક્ત કંઠસ્થ જ્ઞાનનું જ અવલંબન રહે છે. આવું જાણી ભવ્ય જીવોનાં હિતને માટે જ્ઞાન કંઠસ્થ કરવાની પ્રભુની હિતાવહ આજ્ઞા છે.અઢીદીપની બહાર અગિયાર અંગ સૂત્ર ધારી તિર્યંચ શ્રાવકો પણ છે અને કરણી કરી એકમવતારી પણ થાય છે.) શ્રાવક વ્રતમાં સ્થૂલ પાપોનો ત્યાગ છે અને સંથારામાં સર્વથા પાપોનો ત્યાગ હોય છે, તો પણ સંથારામાં તે સાધુ નથી કહેવાતો. બાહ્ય વિધિ, વેષ, વ્યવસ્થા એવં ભાવોમાં સાધુ અને શ્રાવકની વચ્ચે અંતર હોય છે. તેથી સંથારામાં પાપોનો સર્વથા ત્યાગ હોવા છતાં શ્રાવક, શ્રાવક જ કહેવાય છે. સાધુ નહિ. અધ્યયન – ૧૪ તેટલીપુત્ર પ્રધાન અને પોટીલા તેરમા અધ્યયનમાં બતાવવામાં આવ્યું કે સરનો સમાગમ પ્રાપ્ત ન થતાં વિદ્યમાન સગુણોનો હ્રાસ થાય છે. જ્યારે આ અધ્યયનમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે સદ્ નિમિત્ત મળતાં અવિદ્યમાન સગુણ પણ વિકસિત થાય છે. તેથી ગુણાનુરાગી આત્માએ તેવા નિમિત્તોને મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેથી પ્રાપ્ત ગુણોનો વિકાસ અને અવિદ્યમાન ગુણોની પ્રાપ્તિ થતી રહે. તેતલપુર નગરના રાજા કનકરથના પ્રધાનનું નામ તેતલીપુત્ર હતું. તે જ નગરમાં મૂષિકાદારક નામનો સોની રહેતો હતો. એક વખત તેટલીપુત્રે તે સોનીની સુપુત્રી પોટીલાને ક્રીડા કરતાં જોઈ, જોતાંજ તે તેમાં આસક્ત બન્યો. પત્નીના રૂપે માંગણી કરી. શુભ મુહૂર્ત બન્નેના લગ્ન થઈ ગયા. ઘણા સમય સુધી બન્ને પરસ્પર અનુરાગી રહ્યા પણ કાલાંતરે સ્નેહ ઘટવા માંડ્યો. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે તેટલીપુત્રને પોટીલાના નામથી ધૃણા થવા લાગી. પોટીલા ઉદાસ અને ખિન્ન રહેવા લાગી. તેનો નિરંતર ખેદ જાણી તેટલીપુત્રે કહ્યું – તું ઉદાસીનતા છોડી દે. આપણી ભોજનશાળામાં પ્રભૂત ભોજન–પાણી, ફળ મેવા મુખવાસ અને સ્વાદિમ તૈયાર કરાવી શ્રમણ, માહણ, અતિથિ અને ભિખારીઓને દાન આપી પુણ્ય ઉપાર્જન કરો." પોટીલાએ તે પ્રમાણે ક્યું. સંયોગોવશાત્ એક વખત તેટલીપુરમાં સુવ્રતા આર્યાનું આગમન થયું. ગોચરી અર્થે તેટલીપુત્રના ઘરે પધાર્યા. પોટીલાએ આહારાદિ વહોરાવી સાધ્વીજીઓને વિનંતિ કરી કે – "હું તેટલીપુત્રને પહેલાં ઇષ્ટ હતી, હવે અનિષ્ટ થઈ ગઈ છે. તમે તો ખૂબ ભ્રમણ કરો છો. તમારો અનુભવ પણ બહોળો હોય છે, તો કોઈ કામણ ચૂર્ણ કે વશીકરણ મંત્ર બતાવો જેથી હું તેટલીપુત્રને પૂર્વવત્ આકૃષ્ટ કરી શકું." સાધ્વીજીઓને આ વાતોથી શો ફાયદો? પોટીલાનું કથન સાંભળતાં જ બન્ને કાનને હાથથી દબાવી દીધા અને કહ્યું કે હે દેવાનુપ્રિયા Page #18 -------------------------------------------------------------------------- ________________ 18 આગમચાર-પૂર્વાર્ધ અમે બ્રહ્મચારીણી છીએ. અમને આ વાતો સાંભળવી પણ કલ્પતી નથી તમે ઇચ્છો તો તમને સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ સંભળાવીએ." પોટીલાએ ધર્મોપદેશ સાંભળી શ્રાવિકાધર્મ સ્વીકાર્યો. તેનાથી તેને નૂતન જીવન મળ્યું. તેનો સંતાપ શમ્યો. ધર્મ પ્રત્યે રુચિ થઈ. ત્યારબાદ સંયમ લેવાનો સંકલ્પ ર્યો. તેટલીપુત્ર પાસે અભિલાષા વ્યક્ત કરી. ત્યારે તેટલીપુત્રે કહ્યું – “તમે સંયમ પાળી આગામી ભવમાં અવશ્ય દેવલોકમાં જશો. ત્યાંથી મને પ્રતિબોધવા આવજો. આ વચન સ્વીકારો તો અવશ્ય અનુમતિ આપીશ." પોટ્ટીલાએ શરતનો સ્વીકાર ક્યો. તે દીક્ષિત થઈ ગઈ. સંયમ પાળી આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ઉત્પન્ન થઈ. પૂર્વકથા : તેત 1. તેનો દીકરો યુવાન થતાં તેને રાજ્ય ઝટવી ન લે તેથી જન્મતાં જ બાળકોને વિકલાંગ કરી નાખતો. તેની આ ક્રૂરતા રાણી પદ્માવતીથી સહન ન થઈ. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે ગુપ્ત રીતે તેટલીપુત્રને અંતઃપુરમાં બોલાવી, ભવિષ્યમાં થવાવાળા સંતાનની સુરક્ષા માટે મંત્રણા કરી. અંતે નક્કી કરવામાં આવ્યું કે જો પુત્ર હોય તો રાજાની નજર ચૂકવી તેતલીપુત્રના ઘરે જ પાલન પોષણ કરવામાં આવશે. સંયોગવશ જે દિવસે રાણી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો તે સમયે તેટલીપુત્રની પત્નીએ મૃત કન્યાને જન્મ આપ્યો. પૂર્વકૃત નિશ્ચય અનુસાર તેટલીપુત્રે સંતાનની અદલાબદલી કરી. પત્નીને બધી વાતથી વાકેફ કરી. રાજકુમાર મોટો થવા લાગ્યો. કાલાંતરે કનકરથ રાજાનું મૃત્યુ થતાં ઉત્તરાધિકારી માટે ચર્ચા થવા લાગી. તેતલીપુત્રે રહસ્ય પ્રગટ ક્યું અને રાજકુમાર કનકધ્વજને રાજ્યાસીન કરવામાં આવ્યા. રાણી પદ્માવતીનો મનોરથ સફળ થયો. તેણે કનકધ્વજ રાજાને આદેશ કર્યો કે તેટલીપુત્ર પ્રત્યે સદેવ વિનમ્ર રહેવું. તેનો સત્કાર કરવો, રાજસિંહાસન, વૈભવ ત્યાં સુધી કે તમારું જીવન પણ તેમની કૃપાથી છે. કનકધ્વજે માતાનો આદેશ સ્વીકાર્યો. અમાત્ય પ્રત્યે આદર કરવા લાગ્યા. આ તરફ પોટીલદેવે પોતાની પ્રતિજ્ઞા અનુસાર તેટલીપુત્રને પ્રતિબોધ કરવા અનેક ઉપાયો ક્યે પરંતુ રાજા દ્વારા અત્યંત સન્માન મળતાં તે પ્રતિબોધ ન પામ્યા. ત્યારે દેવે અંતિમ ઉપાય ક્યું. રાજા આદિને તેનાથી વિરુદ્ધ ક્ય. એક દિવસ જ્યારે રાજસભામાં ગયા ત્યારે રાજાએ તેની સાથે વાત તો ન કરી પણ તેની સામે પણ જોયું નહિ. તેટલીપુત્ર આવો વિરુદ્ધ વ્યવહાર જોઈ ભયભીત થઈ ગયા. ઘરે આવ્યા. માર્ગમાં અને ઘરે આવતાં પરિવાર જનોએ કિંચિત્ આદર ન ર્યો. પરિસ્થિતિ બદલાયેલી જોતાં તેટલીપુત્રને આપઘાત કરવાનો વિચાર સ્ફર્યો. આપઘાતના બધા ઉપાયો અજમાવી લીધા, પણ દૈવી માયાના યોગે સફળતા ન સાંપડી. જ્યારે તેતલીપુત્ર આત્મઘાત કરવામાં અસફળ થતાં નિરાશ થયો ત્યારે પોટ્ટીલદેવ પ્રગટ થયા. સારભૂત શબ્દોમાં ઉપદેશ આપ્યો. તે સમયે તેટલીપુત્રના શુભ અધ્યવસાયે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેણે જાણ્યું કે પૂર્વભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં મહાપા નામનો રાજા હતો. સંયમ અંગીકારકરી,યથાસમયે અનશન કરી મહાશુક્ર નામના દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. ત્યાર પછી અહીં જન્મ લીધો માનો કે તેટલીપુત્રને નૂતન જીવનની પ્રાપ્તિ થઈ. થોડો વખત પહેલા જેની ચારે બાજુ ઘોર અંધકાર છવાયેલો હતો હવે અલૌકિક પ્રકાશ છવાઈ ગયો. ભાવોની શ્રેણી ક્રમશઃ વિશુદ્ધ થતાં કેવળાજ્ઞાન ઉત્પન્ન થયું. આકાશમાં દેવદુંદુભી વાગી. કનકધ્વજ રાજા આવ્યો. ક્ષમા માગી. ઉપદેશ સાંભળી શ્રાવક ધર્મ અંગીકાર ક્ય. તેટલીપુત્ર અનેક વર્ષ કેવળી પર્યાયમાં રહી સિદ્ધ થયા. ણા - શિક્ષા :- (૧) પ્રતિજ્ઞાબદ્ધ દેવ ધર્મક્રિયામાં સહાયક બને છે. (૨) અનુકૂળ વાતાવરણ કરતાં પ્રતિકૂળતામાં શીધ્ર બોધ થાય છે. (૩) પતિ-પત્નીનો પ્રેમ ક્ષણિક હોય છે. તે કર્મોના ઉદયથી બદલાઈ પણ જાય છે. (૪) વિપકાળમાં પણ સુખી અને પ્રસન્ન રહેવાનો ઉપાય કરવો. (૫) દુઃખથી ગભરાઈ આત્મઘાત કરવો મહા કાયરતા છે, અજ્ઞાન દશા છે. એવા સમયમાં ધર્મનું સ્મરણ કરી સંયમ–તપ સ્વીકારવા જોઇએ. અર્થાત્ દુઃખમાં તો ધર્મ અવશ્ય કરવો. અધ્યયન – ૧૫."નન્દીફળ" (રૂપક). ચંપાનગરીમાં ધન્ય સાર્થવાહ શક્તિ સંપન્ન વ્યાપારી હતો. તેણે એક વખત માલ વેચવા અહિચ્છત્રા નગરી જવા વિચાર્યું. ધન્ય સાર્થવાહે સેવકો દ્વારા ચંપાનગરીમાં ઘોષણા કરાવી – ધન્ય સાર્થવાહ અહિચ્છત્રા નગરી જઈ રહ્યા છે. જેને આવવું હોય તે સાથે આવે. જેની પાસે જે પણ પ્રકારના સાધનનો અભાવ હશે તેની પૂર્તિ કરવામાં આવશે. દરેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. ધન્ય શ્રેષ્ઠીએ સૌની સાથે ચંપાનગરીથી પ્રસ્થાન કર્યું. ઉચિત્ત સ્થાને વિશ્રાન્તિ લેતાં ભયંકર અટવીની વચ્ચે આવી પહોંચ્યા. અટવી ખૂબ વિકટ હતી. માણસોની અવર જવર ન હતી. બરાબર મધ્ય ભાગમાં એક વિષયુક્ત વૃક્ષ હતું. જેના ફળ, પાંદડા, છાલ આદિનો. સ્પર્શ કરતાં, સૂંઘતા, ચાખતાં અત્યંત મનોહર લાગતાં પણ તે બધા તો ઠીક, પણ તેની છાયા પણ પ્રાણ હરણ કરવાવાળી હતી. અનુભવી ધન્ય સાર્થવાહ તે નન્દીફળના વૃક્ષોથી પરિચિત્ત હતો. તેથી સમયસર ચેતવણી આપી દીધી કે – 'સાર્થની કોઈ વ્યક્તિએ નન્દીફળની છાયાની નજીક પણ ન જવું.' ધન્ય સાર્થવાહની ચેતવણીનો ઘણાએ અમલ ક્ય તો કેટલાક એવા પણ નીકળ્યા કે આ વૃક્ષના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પ્રલોભનને રોકી ન શક્યા. જે તેનાથી બચ્યા તે સકુશળ યથેષ્ટ સ્થાને પહોંચી સુખના ભોગી બન્યા અને જે ઇન્દ્રિયને વશીભૂત થઈ પોતાના મન ઉપર નિયંત્રણ ન રાખી શક્યા તેઓ મૃત્યુના શિકાર બન્યા. તાત્પર્ય એ છે કે આ સંસાર ભયાનક અટવી છે. તેમાં ઇન્દ્રિયના વિવિધ વિષયો નન્દીફળ સમાન છે. ઇન્દ્રિયના વિષય ભોગવતી વખતે ક્ષણભર સુખદ લાગે છે પણ ભોગનું પરિણામ ખૂબ શોચનીય હોય છે. દીર્ઘકાળ સુધી વિવિધ વ્યથાઓ ભોગવવી પડે છે. તેથી, સાધકે વિષયોથી બચવું જોઈએ. પ્રેરણા – શિક્ષા :– (૧) બુઝુર્ગ અનુભવી વ્યક્તિઓની ચેતવણી, હિતસલાહની ક્યારેય ઉપેક્ષા ન કરવી. (૨) અજાણ્યું ફળ ખાવું નહિ. (૩) ઇચ્છાઓ ઉપર નિયંત્રણ રાખવાનો અભ્યાસ કરવો. (૪) ખાવા-પીવાની આસક્તિ મનુષ્યના શરીર, સંયમ અને જીવનનો ખાત્મો બોલાવી દે છે. તેથી ખાવા-પીવામાં વિવેકનું જ્ઞાન હોવું આવશ્યક છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ jainology 19 આગમસાર અધ્યયન – ૧૬ દ્રૌપદી ઘણી વખત મનુષ્ય સાધારણ લાભ મેળવવાની ઇચ્છાએ એવું નિકષ્ટ કર્મ કરી બેસે છે કે જેનું ભયંકર પરિણામ ભવિષ્યમાં ભોગવત પડે છે. તેનું ભવિષ્ય દીઘતિદીર્ઘ કાળ માટે અંધકારમય બની જાય છે. દ્રૌપદીના અધ્યયનમાંથી આ બાબતની શીખ મળે છે. દ્રૌપદીની કથા તેના નાગશ્રીના ભવથી શરૂ થાય છે. નાગશ્રી બ્રાહ્મણીએ પોતાના પરિવાર માટે ભોજન તૈયાર ક્યું હતું, જેમાં તુંબીનું શાક બનાવેલું. શાક તૈયાર થઈ ગયા બાદ ચાખતાં ખ્યાલ આવ્યો કે તુંબી કડવી અને વિષયુક્ત છે. અપયશથી બચવા શાક એક જગ્યાએ છુપાવી રાખ્યું. પરિવારના લોકો જમીને ગયા બાદ નાગશ્રી ઘરમાં એકલી જ હતી. તે વખતે માસખમણના તપસ્વી મુનિવર ચિ અણગાર પારણા કાજે તેના ઘરે પહોંચ્યા. સર્પ પાસે અમૃતની અપેક્ષા રખાય જ નહિ, તેની પાસેથી તો ઝેર જ મળે. નાગશ્રી માનવીના રૂપમાં નાગણ હતી. પરમ તપસ્વી મુનિને ઝેર પ્રદાન કર્યું. વિષયુક્ત તુંબીનું બધું જ શાક પાત્રમાં નાખી દીધું. ધર્મરુચિ અણગાર આહાર લઈ ગુરુ સમક્ષ આવ્યા. શાકની ગંધ માત્રથી ગુરુદેવ આહારને પારખી ગયા. તેમ છતાં એક ટીપું લઈ ચાખ્યું અને મુનિવરને નિર્વદ્ય સ્થાનમાં પરઠવાનો આદેશ . ધર્મરુચિ અણગાર પરઠવા ગયા. એક ટીપું ધરતી ઉપર મૂકતાં જ તેની ગંધથી પ્રેરાઈ સેંકડો કીડીઓ આવવા લાગી. જે પણ તેનો રસાસ્વાદ માણે તે પ્રાણ ગુમાવી દેતી. આ દશ્ય જોઈ કરૂણા અવતાર મુનિનું હૃદય હચમચી ઉઠયું. તેમણે વિચાર્યું કે એક ટીપા માત્રથી આટલી બધી કીડીઓ મૃત્યુ પામી તો બધું જ શાક પરઠવાથી કેટલા બધા જીવોની ઘાત થશે? તે કરતાં શ્રેયસ્કર એ છે કે પેટમાં પધરાવી દઉં. મુનિએ તે પ્રમાણે ક્યું. દારૂણ વેદના થઈ. મુનિ પાદપોપગમન સંથારો કરી સમાધિ પૂર્વક પંડિત મરણને વર્યા. નાગશ્રીનું પાપ છૂપું ન રહ્યું. સર્વત્ર તેની ચર્ચા થવા લાગી. સ્વજનોએ માર–પીટ કરી ઘરમાંથી કાઢી મૂકી. તે ભિખારી બની ગઈ. સોળ રોગ તેને થયા. અતિ તીવ્ર દુઃખોને અનુભવતી હાય-વોય કરતી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાર પછી પ્રત્યેક નરકમાં અનેક સાગરોપમના આયુષ્યથી અનેક વખત જન્મ ધારણ ક્ય. વચ્ચે વચ્ચે માછલી આદિ તિર્યંચ યોનિમાં પણ જન્મ લીધા. તે ભવોમાં શસ્ત્રો દ્વારા વધ થાય છે. જલચર, ખેચર અને સ્થલચર, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પર્યાયમાં જન્મ લીધાઃ દખમય જીવન પસાર ક્ય, દીર્ઘકાળ સુધી જન્મ મરણ નગરીના સાગરદત્ત શેઠના ઘરે પુત્રી પણે જન્મ લીધો. સુકુમાલિકા નામ રાખવામાં આવ્યું. હજી પણ પાપના વિપાકનો અંત નહોતો આવ્યો. વિવાહિત થતાં જ પતિ દ્વારા તેનો પરિત્યાગ કરવામાં આવ્યો. તેના શરીરનો સ્પર્શ તલવારની ધાર જેવો તીક્ષ્ણ અને અગ્નિ જેવો ઉષ્ણ લાગતો.તેના પતિ ઉપર દબાણ કરવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હું મૃત્યુને ભેટીશ પણ સુકુમાલિકાનો સ્પર્શ સુદ્ધાં નહિ કરું સુકુમાલિકાનો પુનર્વિવાહ એક ભિખારી સાથે કરવામાં આવ્યો. ભિખારી પણ તેને પ્રથમ રાત્રેજ છોડીને ભાગ્યો. અતિશય દીન-હીન ભિખારી, શેઠના અસીમ વૈભવ અને સ્વર્ગ જેવા સુખના પ્રલોભનનો ત્યાગ કરી, હુકરાવી જતો રહ્યો, હવે કોઈ આશાનું કિરણ ન રહ્યું. પિતાએ નિરાશ થઈને કહ્યું – "બેટી! તારા પાપ-કર્મનો ઉદય છે જેને તું સંતોષની સાથે ભોગવી લે." પિતાએ દાનશાળા ખોલી. સુકમાલિકા દાન દેતી સમય વ્યતીત કરવા લાગી. એકદા ગોપાલિકા નામના સાધ્વીજી દાનશાળામાં ગોચરી અર્થે પધાર્યા. તેઓની પાસે સુકુમાલિકાએ વશીકરણ, મંત્ર-તંત્ર, કામણ-કૂટણ આદિની યાચના કરી. આર્યાજીએ પોતાનો ધર્મ સમજાવ્યો અને કહ્યું કે આવું સાંભળવું પણ મને કલ્પતું નથી અમારે ત્ર-તંત્રનું શું પ્રયોજન આખરે સાધ્વીજીના ઉપદેશથી સુકમાલિકાએ વિરક્ત થઈ દીક્ષા અંગીકાર કરી. કાલાંતરે તે શિથિલાચારી બની ગઈ. સ્વચ્છેદ થઈ એકાકી રહેવા લાગી. ગામ બહાર જઈ આતાપના લેવા લાગી. એક વખત એક વેશ્યાને પાંચ પુરુષ સાથે વિલાસ કરતી જોઈ સુકુમાલિકાની સુષુપ્ત સુખ ભોગની લાલસા ઉત્પન થઈ. તેણે નિયાણું ક્યું- 'મારી તપશ્ચર્યાનું ફળ હોય તો બીજા ભવમાં આવા પ્રકારનું સુખ પ્રાપ્ત કરું. અંતે મૃત્યુ પામી દેવ પર્યાયમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ દેવગણિકા બની. દેવભવનો અંત થતાં પાંચાલનૃપતિ દ્રુપદની કન્યા દ્રૌપદી રૂપે ઉત્પન્ન થઈ. ઉચિત્ત વય થતાં સ્વયંવરનું આયોજન કરવામાં થતાં સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું. સ્વયંવરમાં શ્રી કૃષ્ણ વાસુદેવ, પાંડવો આદિ હજારો રાજાઓ ઉપસ્થિત હતા. દ્રૌપદીએ પાંચ પાંડવોનો સ્વીકાર કર્યો. તેના આ સ્વયં વરણનો કોઈએ વિરોધ ન ર્યો. દ્રોપદી પાંડવોની સાથે હસ્તિનાપુરમાં ગઈ. ક્રમશઃ પાંચ પાંડવોની સાથે માનવીય સુખોનો ઉપભોગ કરવા લાગી. એક વખત અચાનક નારદજી આવી પહોંચ્યા. યથોચિત્ત વિનય બધાએ જાળવ્યો પણ દ્રૌપદીએ સત્કાર ન કર્યો. નારદજી કોપ્યા. બદલો લેવાની ભાવનાએ લવણ સમુદ્ર પાર કરી ઘાતકી ખંડદ્વીપમાં અમરકંકાના રાજા પદ્મનાભ પાસે ગયા. દ્રૌપદીના રૂપ-લાવણ્યની અતિશય પ્રશંસા કરી પદ્મનાભને લલચાવ્યો. તેણે મિત્રદેવની સહાયતાથી દ્રૌપદીનું અપહરણ કરાવ્યું. દ્રૌપદી. પતિવ્રતા હતી. પદ્મનાભે તેણી પાસે અનુચિત્ત માંગણી કરી ત્યારે તેણે છ મહિનાની મુદત માંગી. દ્રૌપદીને શ્રદ્ધા હતી કે આ સમય દરમ્યાન શ્રી કૃષ્ણ આવી મને છોડાવશે. મારો ઉદ્ધાર કરશે. આ તરફ પાંડુરાજાએ ચારે બાજુ તપાસ આદરી. દ્રૌપદીનો ક્યાંય પત્તો ન લાગ્યો. આખરે પાંડવોની માતા કુંતીજી કૃષ્ણ વાસુદેવ પાસે ગઈ. સમાચાર મળતાં જ શ્રી કૃષ્ણ નગર બહાર સત્કારવા આવ્યા. ભવનમાં લઈ આવી આગમનનું કારણ પૂછ્યું. કુંતીએ દ્રોપદીના અપહરણની વાત કરી. કૃષ્ણ તે કાર્ય પૂર્ણ કરવાનું વચન આપી કુંતીને વિદાય કરી. અત્યંત શોધ કરવા છતાં દ્રૌપદીનો પત્તો ન લાગ્યો. અચાનક નારદજી શ્રી કૃષ્ણ પાસે આવ્યા. ઉચિત્ત સત્કાર ર્યો. પરસ્પર કુશલ સમાચાર પૂછી શ્રી કૃષ્ણ દ્રૌપદી માટે પૂછ્યું. તેના પ્રત્યુત્તરમાં નારદે કહ્યું કે ધાતકીખંડઢીપની અમરકંકા નામની રાજધાનીમાં પદ્મનાભના અંતઃપુરમાં દ્રૌપદી જેવી એક સ્ત્રીને જોઈ હતી. શ્રી કૃષ્ણને સમજતાં વાર ન લાગી કે આ કરતૂત નારદજીનાં છે. નારદજી પલાયન થઈ ગયા. કૃષ્ણ પાંડવોને સમુદ્ર કિનારે આવવા જણાવ્યું. ત્યાં છે એ જણાએ પોત પોતાનાં રથ સહિત લવણાધિપતિ સુસ્થિત દેવની સહાયતાથી લવણસમુદ્ર પાર કરી અમરકંકા પહોંચ્યા. દૂત દ્વારા પદ્મનાભને સૂચના અપાઈ. યુદ્ધનો પ્રારંભ થયો. પ્રથમ યુદ્ધમાં પાંડવોની હાર થઈ, ત્યાર પછી શ્રી કૃષ્ણ વાસુદેવે Page #20 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 20 શંખનાદ કરી યુદ્ધ કર્યું અને વિજય મેળવ્યો. પદ્મનાભના પંજામાંથી દ્રોપદીને છોડાવી પ્રસ્થાન ક્યું. શ્રી કૃષ્ણ વાસુદેવના શંખનો ધ્વનિ તે ધાતકીખંડના ભરતક્ષેત્રના કપિલ વાસુદેવે સાંભળ્યો. તે વખતે ત્યાંના બાવીસમાં તીર્થકરનું સમવસરણ રચાયું હતું તેમાં કપિલ વાસુદેવે દેશના સાંભળતાં શંખનો અવાજ સાંભળ્યો. પ્રશ્ન પૂછતાં ભગવાને બધોજ વૃત્તાંત કહ્યો. તે વાસુદેવ કૃષ્ણને મળવા આવ્યા તેટલામાં કૃષ્ણ બહુજ દૂર સમુદ્રમાં પહોંચી ગયા હતા. બને વાસુદેવોનું શંખથી મિલન થયું એવું વાર્તાલાપ થયો. કપિલ વાસુદેવે પદ્મનાભને દેશનિકાલ ક્યો અને તેના પુત્રને રાજગાદી ઉપર બેસાડ્યો. સમદ્ર પાર કરી શ્રી કષ્ણ પાંડવોને આગળ મોકલી દીધા અને પોતે સુસ્થિત દેવને મળવા ગયા. પાંચે પાંડવો નાવ દ્વારા ગંગાનદીને પાર કરી કિનારે પહોંચ્યા અને તે નાવને ત્યાં જ રોકી લીધી અને વિચાર્યું કે શ્રી કૃષ્ણ આટલી મોટી નદીને તરીને પાર કરી શકે છે કે નહિ તે જોઇએ. શ્રીકૃષ્ણ નદી કિનારે આવ્યા. કોઈ સાધન ન દેખાતાં ભુજાએ તરીને કિનારે જવા વિચાર્યું. મધ્ય ભાગમાં આવતાં થાકી જવાથી દેવીએ વિશ્રાન્તિ માટે પાણીમાં બેટ બનાવ્યો. થોડો સમય આરામ કરી બાકી રહેલ જલપ્રવાહને તરી કિનારે પહોંચ્યા. પાંડવોને પૂછ્યું તમે નદી કેવી રીતે પાર કરી? સાથે આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું. ત્યારે પાંડવોએ સત્ય વાત જણાવી, 'અમે તમારી શક્તિને જોવા માંગતા હતા.' આ સાંભળી કૃષ્ણનો ક્રોધ આસમાને પહોંચ્યો. પાંચેના રથના ચૂરેચૂરા કરી નાખ્યા અને દેશનિકાલની સજા ફટકારી. પાંડવો હસ્તિનાપુર માતા-પિતાને મળવા આવ્યા. પાંડુ રાજાએ ખૂબ ઉપાલંભ આપ્યો. કુંતીજી કૃષ્ણ પાસે ગયા. ત્રણ ખંડના અધિપતિ! પાંડવો આપના રાજ્યથી બહાર ક્યાં જાય? દરેક ઠેકાણે તમારું આધિપત્ય છે. અંતે સમાધાન કરાયું કે દક્ષિણ સમુદ્રના કિનારે જઈ નવી પાંડુ મથુરા નગરી વસાવી રહેવું. (નોંધઃ અમરકંકાથી પાછા ફર્યા પછી પાંડવોને કષ્ણ દ્વારા દેશનીકાલ કરવામાં આવ્યા, ત્યારે માતાપિતાએ પણ પાંડવોને સાથ ન આપ્યો.એટલે કે ત્યારે પાંડુરાજા હયાત હતા અને રાજય સંભાડી રહયા હતા. તેથી પાંડુરાજાની હયાતીમાંજ પાંડવોએ, પાંડુમથુરા વસાવી અને અંતે દિક્ષા લીધી ત્યાં સુધી પાંડુમથુરામાં જ રહયા.) દ્રૌપદી સહિત પાંચે પાંડવો પોતાના દલ–બલ સહિત સમુદ્ર કિનારે ચાલ્યા ગયા અને સુખ રૂપ રહેવા લાગ્યા. કાલાંતરે દ્રૌપદીએ પુત્રરત્નને જન્મ આપ્યો તેનું નામ પાંડુસેન રાખવામાં આવ્યું. ધર્મઘોષ આચાર્યનું નગરીમાં પદાર્પણ થયું. પાંચ પાંડવો અને દ્રૌપદીએ પુત્રને રાજગાદી સોપી સંયમ અંગીકાર ક્ય. દ્રોપદીએ અગિયાર અંગોનું અધ્યયન ક્યું. તપ સંયમની આરાધના કરી પાંચમા દેવલોકમાં ઉત્પન્ન થયા.મહાવિદેહે જન્મ લઈ મોક્ષ જશે. પાંચ પાંડવોએ ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું. અનેક વર્ષો સુધી તપ–સંયમની આરાધના કરી. એક વખત અરિહંત અરિષ્ટનેમિના દર્શનના હેતુએ માસ–માસખમણ તપનો અભિગ્રહ કરી ગુરુ આજ્ઞા મેળવી પાંચ મુનિઓએ વિહાર ર્યો. કોઈ નગરમાં પારણાના દિવસે આહાર લેવા જતાં સાંભળવા મળ્યું કે અરિષ્ટનેમિ ભગવાન મોક્ષે પધાર્યા. ત્યારે તેઓએ આહારને વોસિરાવી સંથારાના પચ્ચખાણ લીધા. કુલ્લે ૬૦ દિવસનું અનશન કરી સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ–બુદ્ધ-મુક્ત થયા. પ્રેરણા - શિક્ષા :(૧) ધર્મ અને ધર્માત્માઓ સાથે કરેલો અલ્પતમ દુર્વ્યવહાર વ્યક્તિને ભવોભવ દુઃખદાઈ નીવડે છે. દા.ત. નાગેશ્રી. (૨) પાપ છિપાયાના છિએ. આ ઉક્તિને સદાય યાદ રાખવી. પાપ અનેક ગણું વધીને પ્રગટ થયા વિના રહેતું નથી. (૩) કર્મોનો વિપાક ભયંકર હોય છે. નાગશ્રી બ્રાહ્મણી તે ભવમાં ભિખારી બની અને અંતે સોળ મહારોગ ભોગવતાં નરકમાં ગઈ. જિનશાસનમાં સાધનાના વિવિધ પ્રકાર બતાવ્યા છે. ગચ્છ અને ગુરુની સાથે રહેતા થકા પણ મુનિ ઉગ્ર તપશ્ચર્યાના પારણે પરઠવા જાતે જ જાય. પરઠવાની ગર આજ્ઞા થતાં ધર્મરચિએ તે ઝેર જાતે પી લીધું. નિરવધ મારો કોઠો તે વિવેક સમજવો. વિવેકનું મહત્વ વિનય અને આજ્ઞાથી પણ અધિક છે. (૫) સાધુએ કોઈના ગુપ્ત અવગુણો પ્રગટ કરવા નહિ. સાધુની બદનામી ન થાય તેથી નાગશ્રીનું નામ પ્રગટ કરવું અનિવાર્ય બન્યું. (કારણ કે તેમના શરીરમાં ઝેર હતું તો કોઈ એમ કહે કે સાધુએ જ ઝેર આપ્યું.) ધર્મઘોષ આચાર્યે વિવેકપૂર્વક વ્યવહાર કર્યો. હતો. તેઓ ચૌદ પૂર્વધારી આગમ વિહારી હતા. પરસ્ત્રીગમનનો ત્યાગ ધાર્મિક તેમજ વ્યાવહારિક જીવનને માટે પણ અત્યંત આવશ્યક સમજવો. પરસ્ત્રી લંપટ પરુષ આ ભવમાં નિંદનીય બને છે. (દા.ત. પારથ) અને પરભવને પણ બગાડે છે.(કામેય પત્થમાણા અકામા જંતિ દુગઈ) અર્થાત્ ઇચ્છિત ભોગો ન મળવા છતાં વિચારોની મલિનતાને કારણે તેઓ દુર્ગતિના ભાગીદાર બને છે. તેથી મર્યાદિત વ્રતધારી જીવન બનાવવું. કથાનકના બધા જ પ્રસંગો ઉપાદેય નથી હોતા. કેટલાક જાણવા યોગ્ય હોય છે તો કેટલાક ધારણ કરવા યોગ્ય હોય છે, જ્યારે કેટલાક હેય-ત્યાગવા યોગ્ય પણ હોય છે તેથી આવી કથાઓમાંથી ક્ષીર – નીર બુદ્ધિએ આદર્શ ગ્રહણ કરવા જોઇએ. (૮) આદરણીય પુરુષોની ઠઠ્ઠામશ્કરી ન કરવી. અન્યથા અતિ પ્રેમ પણ તૂટી જાય છે. (૯) ઉત્તમ પુરુષો પાછલી જીંદગી પણ સુધારી લે છે. અને તીર્થકરની હાજરીમાં પણ સ્થવિરોની પાસે દીક્ષા લઈ શકાય છે. (નોંધઃ કેટલાંક સમીક્ષકોનું માનવું છે કે મહાભારતનાં નામે ઓળખાતો યુધ્ધ એ એક કાલ્પનિક કથા છે. ત્રણ ખંડના સર્વ રાજાઓ વાસુદેવને આધિન અને તેમની આજ્ઞા માનનારા હોય છે. પાંડવોને પાંચ ગામ જેટલી જમીન આપવાની કૃષ્ણની સમજાવટનો અનાદર કરનાર દુર્યોધન પ્રથમ તો વાસુદેવનો ગુનેગાર થાય,અને યુધ્ધનાં સમીકરણો કૃષ્ણ અને દુર્યોધન વચ્ચે ઉભા થાય. (૪) Page #21 -------------------------------------------------------------------------- ________________ jainology भगवान् अभिवाथ कथानक - थे। चक्र के मुंह पर कौरव राजा के परिवार को स्थापित किया गया। चक्र, देख कर शत्र ने मैदान छोड़ा। जरासंध की ओर से दुर्योधन रुक्म और रुधिर भावनायधना था के मध्य में मगधाधिप जरासंध ५००० राजाओं के साथ था, सवा छह हजार, सामने आये। दुर्योधन से अर्जुन, रुक्म से नेमि और रुधिर से अनादृष्टि भिड़े। राज्य सैनिक राजा के चारो ओर थे। जरासंध के पीछे गांधार और सौधव : छहों में भारी युद्ध हुआ, खूब बाण बरसे। महानेमि के प्रचण्ड बल से तीनों व्यूह रचना राजा की नियुक्ति सेना के साथ की गई थी। बांई और मध्य देश के राजा, घबरा गये। रुक्म आदि की हार जान कर सात राजा सामने आये जिनको हंसमंत्री बोला - राजन्! रोहिणी के स्वयंवर में भी वसुदेव राजा ने . दाहिनी और सौ कौरव थे। सेनापति जोर-जोर से विरदावली सुन उछल रहे - महानेमि के आयुधों ने क्षण में काट गिराये। अमित बलधारी नेम ने दुश्मन हराया। राजपूती शान तभी रही जब समुद्रविजयजी आये। अब तो उनके राम :थे। चक्रव्यह के मंह पर शकट व्यह की रचना की गई। प्रत्येक चक्र की का झंडा काट दिया जैसे सिंह को देख कर बकरियाँ भाग जाती है उसी और कृष्ण दो बलवान पुत्र हैं जिनके लिए कुबेर ने द्वारिका नगरी बसाई है। : संधि संधि पर राजाओं को बिठाये गये। जरासंध के चक्रव्यूह रचना की बात : प्रकार जरासंध की सेना भाग गई। वीर पांडव उनके साथ हैं तो अरिष्टनेमिनाथ भी उनके साथ है जो पूरे विश्व :याटलों ने मनी तो उन्होंने गरुड व्यह की रचना की। व्यूह के मुख पर इधर यादव सेना में कोई भयंकर बीमारी फैल गयी जिससे सैनिक को एक ही क्षण में आज्ञा पालन करवा सकते हैं अतः हे मगधेश्वर! अपनी महातेजस्वी अर्ट कोटि कमार और मोर्चे को बलराम कृष्ण ने स्वयं अपने - रोगग्रस्त हो गये। श्री कृष्ण चिंतित हो गये, उन्होंने श्री नेमि से उपाय पूछा। शक्ति पर विचार करिये। शिशुपाल, रुक्म भी रुक्मणि के हरण के समय : अधिकार में रखा। वसदेव के अवर समख आदि लाख शुरवीर पुत्रों की: श्री कृष्ण को चिंताग्रस्त देख कर मातली बोला - यदि अरिष्टनेमि के स्नान हार चुके हैं। गंधार देश के शकुनि राजा, कुरुवंशी दुर्योधन भले ही छल : नियक्ति हरि के अंग रक्षक के रूप में की गई। उनके पीछे करोड़ रथ सहित ! के जल के छिंटे डाले जाएं तो यह उत्पात मिट सकता है। ज्योहि नेमप्रभु के विधान प्रवाण हा, पर युद्ध में नहीं है, अग देश के राजा कर्ण, सुभटों में : राजा उग्रसेन व उनके चार पत्र सेना ले कर खडे थे। सबसे पीछे धर, सारण, स्नान के जल के छीटें डाले त्योंहि सारी शरवीर सरदारों की जरा दर हो गई बलशाली है। अतः श्री कृष्ण की सेना के सामने आपका जोर चलने वाला शिसत्यक नामक पाँच राजाओं की नियक्ति की गयी थी। दाहिनी : और वे सारे उठ बैठे। प्रभु की रथ की रज भी जिसको लगी उनके सारे नहीं है। राम, हरि और अरिष्टनेमि जी ये तीनों ही समान है, इन तीनों को : ओर के छोर पर राजा समद्रविजय ने अधिकार रखा। पच्चीस लाख रथ : उपद्रव नष्ट हो गये, यह बात अपूर्व थी। जोड़ी का कोई वीर अन्यत्र मिलना मुश्किल है। श्री कृष्ण के अधिष्ठायक :उनके चारों ओर नियक्त थे। बांई ओर बलराम और पांडव, उनके पीछे : जरासंध ने अब पुनः हिंसक मंत्री को बुलाया और यादव सैन्य में भेज देव भी है जिनके सहारे छल कर कालकुंवर के प्राण हर लिये गये थे जब : पच्चीस लाख रथ देवनंदन के साथ थे। तत्पश्चात-चन्द्रयश. सिंहल, बबर.: कर समुद्रविजयजी से कहलवाया कि क्या आप मेरी ताकत को नहीं जानते कि आपने उन्हें इस बार युद्ध के लिए विवश किया है और वे अपनी रक्षा के : कम्बोज केरल और द्रविड इन छह राजाओं की साठ हजार फौज थी।: हैं अतः हरिहलधर को मुझे सौंप दो और इस युद्ध का अंत कर दो फिर लिए सैन्य सजा कर आये हैं अत: हे राजन्! मुझे पूरा विश्वास है कि अगर उनके पीछे रणकौशल कमार शांब और भान थे इस प्रकार श्री कृष्ण की आराम से जाकर अपना राज करो।। आप युद्ध करने का विचार त्याग देंगे तो निश्चय ही श्री कृष्ण द्वारिका लौट : आजा से गरुड व्यह की रचना की गयी। संधि संदेश को जान कर समुद्रविजय जी कुपित होकर बोले - ध्यान जायेंगे और यह भयंकर त्रास नहीं होगा। .. भाई प्रेम के कारण अरिष्टनेमि भी युद्ध में उतरे। यह जानकर शक्रेन्द्र : देकर सुन लेना घर में ऐसा अन्यायी जन्मा है कि जिसने अपने बाप और मंत्री की यह बात सुनकर जरासंध आग बबूला हो गया बोला-तूउनके सहयोग के लिए मातली नामक सारथि को भेजा। अरिष्टनेमि उस: भाई को भी नहीं छोड़ा अतः जो हरि हलधर की मांग करता है उसके कान यादवों से भ्रमित होकर शत्रु की प्रशंसा कर रहा है। श्रृगाल के शब्दों से शेर : शीयगामी रथ में विराजे जो शस्त्र सहित था। समद्र विजय ने श्रीकष्ण के खड़े कर दूंगा। उल्टे पैर मंत्री जरासंध के पास लौटा और बोला - नाथ! भयभीत होने वाला नहीं है। हे दुर्मति! यदि तू कायर है तो मेरे सामने से क्यों : ज्येष्ठ पत्र को दस व्यहका सेनापति बनाया। प्रात:काल होते ही दोनों दलों: यादव पूरे जोश में है अतः आप की मांग पूरी होने वाली नहीं है। नहीं हट जाता? ऐसी बातें करके तू दूसरों को भी कायर बनाना चाहता है? : में घोर यद हआ। मारकाट मची। लाशों पर लाशों के ढेर लगने लगे।: प्रातःकाल होते ही कर्ण ने सेनापति को युद्ध में चलने का आदेश अरे, उन यादवों के लिए तो मैं अकेला ही काफी हूँ। चापलूसी से उस मंत्री : जरासंध के योद्धाओं ने परी ताकत लगा दी और श्री कष्ण की सेना को दिया। जरासंध के पास आकर युद्ध क्षेत्र में जाकर युद्ध करने की आज्ञा मोति ने राजा को उत्तेजित किया। इतने में सायंकाल हुआ और रात्रि ने अपना डेरा : तितर बितर कर दिया तब श्रीकष्ण ने झंडा फहरा कर पुनः सेना को संगठित । मागा। जरास : मांगी। जरासंध ने होशियार रहने का कह कर विदा दी। नाग की दैविक में आ डटा। चक्रव्यूह : किया और जरासंध की सेना पर धावा बोल कर उसे घेर लिया। महानेमिः शक्ति और मुद्गर हाथ में लेकर जब कर्ण आया तो सैनिक भागने लगे। की रचना की। १००० आरे (विभाग) किये। एक-एक आरे में हजार राजा : अर्जुन आदि को पुनः जोश आया और शंख बजा कर अपनी सेना को : अर्जन आदि को पन: जोश आया और ख बजा कर अपनी सेना को: भीम और अर्जुन सामने जाने लगे तो युधिष्ठिर ने मना किया और बड़ा भाई बख्तर बध, एक एक राजा के साथ २००० रथ, एक हजार हाथी, पाँच : तैयार किया। अनाधष्ट देवदत्त और अर्जन ने मिल कर एक साथ चदाई का होने के कारण उनके साथ युद्ध नहीं करने की सलाह दी। वसुदेव जी और कर्ण तथा गांगेय और उग्रसेन में परस्पर युद्ध हुए। विद्याधर के पुत्र भीष्म ने हजार घोड़े और सोलह हजार पैदल सैनिक और शूर शिरोमणि ८००० योद्धा " दी। तीनों महारथियों ने मिल कर चक्रव्यूह को तोड़ दिया। अपूर्व बल पराक्रम । આગમસાર Page #22 -------------------------------------------------------------------------- ________________ 22 આગમચાર-પૂર્વાર્ધ गदा मारी, उग्रसेन वृद्ध होने के कारण प्रहार नहीं झेल पाये और सारथी उन्हें युद्ध स्थल के बाहर लेकर आ गया। जब वसुदेव ने अग्निबाण छोड़ा तो कर्ण ने विद्या बल से जलधारा चलाई और उसे निरस्त कर दिया। कर्ण की बहादुरी को देख सेना भागने लगी। तब नारद उपस्थित होकर वसुदेव से बोले - कर्ण राजा को नागदेव का सहयोग प्राप्त है, अतः तुम्हारे अग्निबाण व्यर्थ जा रहे है मैं इसका तुरन्त उपाय करता हूँ। वे शीघ्र मातली देव के पास आये और समस्या का समाधान चाहा। मातली स्वयं आकर वसुदेव के रथ पर बैठा। नागकुमार ने अब इन्द्रसारथी देव को सामने बैठा देखा तो वह तत्काल कूच कर गया। इतने में सूर्यास्त हो गया। संग्राम बंद हुआ। दोनों राजा अपने सैन्य बल के साथ स्वस्थान विश्रांति के लिए पहुंचे। (क्रमशः) બેઉ પક્ષે લડી રહેલા સૈનિકો બધાજ આમતો વાસુદેવની ઋધ્ધિને અંતરગત હોય,તેથી આ યુદ્ધમાં થયેલી હિંસા એકજ પક્ષનાં સૈનિકોની કહેવાય. સમીક્ષકોનું માનવું છે કે કૌરવો દ્રોપદીનાં સ્વયંવરમાં તો આવ્યા હતાં. પણ ત્યાર પછી પ્રતિવાસુદેવ જરાસંઘ અને કૃષ્ણ વચ્ચેના યુધ્ધમાં, પ્રતિવાસુદેવ જરાસંઘને આધિનસ્થ હોવાથી કૌરવો જરાસંઘને પક્ષે લડ્યા અને પાંડવોએ કૃષ્ણનો પક્ષ લીધો. આજ કોરવો અને પાંડવો વચ્ચેના યુધ્ધમાં, કૌરવો માર્યા ગયા બીજી બાજુ દેરાવાસી પ્રણાલીકાનાં ગ્રંથ હરિવંશરાસમાં મહાભારતના યુધ્ધનું વર્ણન છે.તે જૈન મહાભારત તરીકે પણ ઓળખાય છે. પરંતુ હાલના ઉપલબ્ધ આગમોમાં આ યુધ્ધનો ઉલ્લેખ કે અણસાર પણ મળતો નથી.) નેમિનાથ ભગવાનની કથાના ગ્રંથમાં આવતા મહાભારતના યુધ્ધનું વર્ણન વાંચતા જણાય છે કે આ યુધ્ધ કોઇ જમીન કે રાજ્ય અથવા પાંડવો માટે નહીં પણ જરાસંગે(પ્રતિવાસુદેવે) કૃષ્ણ અને બલરામને પોતાને સોંપી દેવા માટે કરેલી માગણીને કારણે થયેલું જણાય છે. જેમાં કૌરવો, જરાસંગ ત્રણ ખંડના આધિપતિ અને તેમના ઉપરી રાજા હોવાથી જરાસંગને પક્ષે લડ્યા અને પાંડવો કૃષ્ણના ફઇબાભાઈ હોવાથી તથા કૃષ્ણ પ્રત્યેના પ્રેમના કારણે કૃષ્ણના પક્ષમાં લડયા. યાદવો અને કૃષ્ણના પિતા સહીત દસ ભાઈ રાજાઓ એ કૃષ્ણને સોંપી દેવાની ના પાડી. નેમિનાથ ભગવાન સ્વયં ભાતૃપ્રેમના કારણે આ યુધ્ધમાં સામેલ થયેલા. ઇન્દ્રને આની જાણ થતા પોતાના અધિનિષ્ઠ દેવને ભગવાનના રથના સારથી તરીકે મોકલાવે છે. કર્ણને નાગકુમાર જાતીનો દેવ સહાય કરી રહયો હોય છે, જે ઇન્દ્રના સારથી દેવને સામે જોઇને ચાલ્યો જાય છે. અધ્યયન – ૧૭ આકીર્ણજ્ઞાત (રૂપક) હતિશીર્ષ નગરના કેટલાક વેપારીઓ જળમાર્ગે વ્યાપાર કરવા નીકળ્યા. તેઓ લવણ સમુદ્રમાં જતા હતા ત્યાં અચાનક તોફાન આવ્યું. નૌકા ડગમગવા લાગી. ચાલકની બુદ્ધિ પણ કુંઠિત થઈ ગઈ. તેને દિશાનું ભાન ન રહ્યું. વણિકોના હોશ કોશ ઉડી ગયા. બધા દેવ-દેવીઓની માન્યતા કરવા લાગ્યા. થોડીવારે તોફાન શાંત થયું. ચાલકને દિશાનું ભાન થયું. નૌકા કાલિક દ્વીપના કિનારે જવા લાગી. કાલિક દ્વીપમાં પહોંચતા જ વણિકોએ જોયું કે અહીં ચાંદી, સોનું, હીરા-રત્નોની પ્રચુર ખાણો છે; તેમજ તેઓએ ત્યાં ઉત્તમ જાતિના વિવિધ વર્ણોવાળા અશ્વો પણ જોયા. વણિકોને અશ્વોનું કોઈ પ્રયોજન ન હતું તેથી ચાંદી–સોનું–રત્ન આદિથી વહાણ ભરી પુનઃ પોતાની નગરીમાં પાછા વળ્યા. બહુમૂલ્ય ઉપહાર લઈ રાજા સમક્ષ વણિકો આવ્યા. રાજાએ પૂછ્યું – દેવાનુપ્રિયો! તમે વેપાર અર્થે અનેક નગરમાં પરિભ્રમણ કરો છો તો કોઈ અદ્ભુત આશ્ચર્યકારી વસ્તુ જોઈ છે? વણિકોએ કાલિદીપના અશ્વોનો ઉલ્લેખ કર્યો. તે સાંભળી રાજાએ વણિકોને અશ્વો લઈ આવવાનો આદેશ ક્ય. વણિકો રાજાના સેવકોની સાથે કાલિક દ્વીપ ગયા. અશ્વોને પકડવા પાંચ ઇન્દ્રિયોને લલચાવતી લોભામણી વસ્તુઓ સાથે લઈને ગયા. જુદી જુદી જગ્યાએ તે વસ્તુઓ વિખેરી નાખી. જે અશ્લો ઇન્દ્રિયોને વશમાં ન રાખી શક્યા તેઓ સામગ્રીમાં ફસાઈ બંધનમાં પડ્યા. પકડાયેલા અશ્વોને હતિશીર્ષ નગરમાં લઈ જવામાં આવ્યા. તેઓને પ્રશિક્ષિત થવામાં ચાબૂકનો માર ખાવો પડ્યો. વધ–બંધનના અનેક કષ્ટો સહન કરવા પડ્યા. તેમની સ્વાધિનતા નષ્ટ થવા લાગી. પરાધીનતામાં જીંદગી પસાર કરવી પડી. કેટલાક અશ્વો એવા હતા કે જેઓ સામગ્રીમાં ન ફસાયા અને દૂર ચાલ્યા ગયા. તેઓની સ્વતંત્રતા કાયમ રહી. વધ–બંધન આદિ કષ્ટોથી બચી ગયા. તેઓ સ્વેચ્છાપૂર્વક કાલિક દ્વીપમાં જ સુખે રહ્યા. પ્રેરણા – શિક્ષા -પ્રસ્તુત અધ્યયનનું નામ આકીર્ણજાત છે. આકર્ણ એટલે ઉત્તમ જાતિના અશ્વ. અશ્વોના ઉદાહરણ દ્વારા અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જે સાધક ઇન્દ્રિયોના વશવર્તી બની, અનુકૂળ વિષયો પ્રાપ્ત કરવામાં લુબ્ધ બને છે તે રાગ વૃત્તિની ઉત્કટતાને કારણે દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે. અને જે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત નથી બનતા તે પરમાનંદને પ્રાપ્ત કરે છે. કથાનક સમાપ્ત થતાં વીસ ગાથાઓમાં શિક્ષા આપવામાં આવી છે તેનો સારાંશ-(૧) કાનને સુખકારી, હૃદયને હરનારી મધુર વિણા, વાંસળી, શ્રેષ્ઠ મનોહર વાધ, તાળી આદિના શબ્દોમાં ઇન્દ્રિયોના વશવર્તી જીવ આનંદ માને છે. આત્માર્થી સાધકે તેમાં આનંદ Page #23 -------------------------------------------------------------------------- ________________ jainology | ન માનવો જોઇએ. મનોજ્ઞ કે અમનોજ્ઞ શબ્દોમાં તુષ્ટ કે રુષ્ટ ન થતાં સમભાવ અને ઉપેક્ષા ભાવ ધારણ કરવો જોઇએ. (૨) સ્ત્રીઓના સ્તન, પેટ, મુખ, હાથ, પગ, નેત્ર આદિને જોતાં ઇન્દ્રિયાસક્ત જીવ આનંદ માને છે. મુનિ તેનાથી નિર્લેપ રહે છે. અન્ય પણ મનોજ્ઞ – અમનોજ્ઞ રૂપોમાં તુષ્ટ–રુષ્ટ ન થતાં સમભાવ રાખવો જોઇએ. (૩) સુગંધિત પદાર્થની ગંધમાં એટલે કે ફૂલ, માળા, અત્તરાદિની સુગંધ સૂંઘવામાં ઇન્દ્રિયાસક્ત જીવ આનંદ માને છે. આત્માર્થી મુનિ આ સહુથી વિરક્ત રહે સુગંધ કે દુર્ગંધ મળતાં ઉપેક્ષા ભાવ રાખે. 23 આગમસાર (૪) કડવા – કસાયેલા – ખાટા – મીઠા ખાદ્ય પદાર્થ, ફળ—મેવા–મિઠાઈમાં અજ્ઞાની જીવ આનંદ માને છે. જ્ઞાની – આત્માર્થી = = = મુનિ આ શુભાશુભ પદાર્થોનું આવશ્યક સેવન કરતા થકાં સુખ કે દુઃખનો અનુભવ ન કરે પરંતુ પુદ્ગલ સ્વભાવ અને ઉદરપૂર્તિના લક્ષ્યથી આવશ્યક ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરે. (૫) સ્પર્શેન્દ્રિયમાં આસક્ત બનેલા જીવ અનેક ઋતુઓમાં મનોહર સુખકર સ્પર્શોમાં તનને સુખ દેવાવાળા આસન–શયન–ફૂલ–માળા આદિના સ્પર્શમાં, મનને ગમતા સ્ત્રી આદિના સ્પર્શમાં આનંદ માને છે જ્યારે વિરક્ત આત્માઓ તો આ ઇન્દ્રિયના વિષયોને મહાન દુઃખનું કારણ સમજી તેનાથી વિમુખ રહે છે. પ્રતિકૂળ કે અપ્રતિકૂળ સ્પર્શ પ્રાપ્ત થતાં સહન કરે. સંસારનું મૂળ ઇન્દ્રિયના વિષયો છે. ( જે ગુણે સે મૂલ ઠાણે, જે મૂલ ઠાણે સે ગુણે – આચારાંગ) આ પાંચ ઇન્દ્રિયના વિષયના વિકારોની આસક્તિ જ સંસાર ભ્રમણનું કારણ છે. એક ઇન્દ્રિયમાં આસક્ત થઈ દુઃખ પામવાવાળા પ્રાણીઓનાં દૃષ્ટાંત પણ આ ગાથાઓમાં આપવામાં આવ્યા છે. = (૧) શ્રોતેન્દ્રિયની આસક્તિથી – તેતર (૨) ચક્ષુઇન્દ્રિયની આસક્તિથી – પતંગીયા (૩) ઘ્રાણેન્દ્રિયની આસક્તિથી – સર્પ (૪) રસેન્દ્રિયની આસક્તિથી –માછલી (૫) સ્પર્શેન્દ્રિયની આસક્તિથી – હાથી મૃત્યુને પ્રાપ્ત કરે છે. – અધ્યયન – ૧૮ સુષુમાદારિકા (રૂપક કથા ) સુષમા સોનાના પારણામાં પોઢી, સુખમાં ઉછરી, રાજગૃહીના ધન્ય સાર્થવાહની લાડલી, તેનો કેવો કરૂણ અંત આવ્યો તે આ અધ્યાયમાં બતાવવામાં આવ્યું છે. ધન્ય સાર્થવાહના પાંચ પુત્રો પછી તેનો જન્મ થયો હતો. જ્યારે તે નાની હતી ત્યારે ચિલાત નામનો દાસ તેને આડોશી–પડોશીના બાળકો સાથે રમવા લઈ જતો. તે બહુ જ નટખટ, ઉદંડ અને દુષ્ટ હતો. રમતા બાળકોને તે બહુ જ સતાવતો. ઘણી વખત તેમની કોડીઓ, લાખની ગોળીઓ છુપાવી દેતો, તો ક્યારેક વસ્ત્રાહરણ કરતો. ક્યારેક મારપીટ પણ કરતો જેથી બાળકોને નાકે દમ આવી જતો. ઘરે જઈ મા—બાપ પાસે ફરિયાદ કરતાં. ધન્યશેઠ દાસને વઢવા છતાં આદતથી મજબૂર દિનપ્રતિદિન તેનો ત્રાસ વધવા લાગ્યો. આખરે વારંવાર ફરિયાદ આવતાં ચિલાતને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે તે સ્વચ્છંદ અને નિરંકુશ બન્યો. તેને રોક–ટોક કરવાવાળું કોઈ ન રહ્યું. તેથી તે જુગારના અડ્ડા, દારૂના અડ્ડા તથા વેશ્યાગૃહમાં ભટકવા લાગ્યો. બધા જ વ્યસનોથી વીંટળાઈ ગયો. રાજગૃહથી થોડે દૂર સિંહગુફા નામની ચોર પલ્લી હતી. ત્યાં પાંચસો જેટલા ચોરો સાથે વિજય નામનો ચોરોનો સરદાર રહેતો હતો. ચિલાત ત્યાં પહોંચ્યો. તે બળવાન, સાહસિક અને નિર્ભીક તો હતો જ ! વિજયે તેને ચૌર્યકળા, ચૌર્યમંત્ર શીખવાડી ચૌર્યકળામાં નિષ્ણાત બનાવ્યો. વિજયના મૃત્યુ બાદ ચિલાત ચોરનો સરદાર બન્યો. ધન્ય સાર્થવાહે તેનો તિરસ્કાર ર્યો હતો તેથી તેનો બદલો લેવાની ભાવના થઈ. સુષમા પ્રત્યે પ્રીતિ હતી. એક વખત ધન્યનું ઘર લૂંટી સુષમાને પોતાની બનાવવાનો વિચાર ઉદ્ભવ્યો અને પોતાના સાથીઓને જણાવ્યું કે લૂંટમાં ધન મળે તે તમારું અને ફક્ત સુષુમા મારી. નિર્ધારિત સમયે ધન્ય સાર્થવાહના ઘરને ઘેર્યું, પ્રચુર સંપત્તિ તથા સુષુમાને લઈ ચોર ભાગ્યો. ધન્યશેઠ જીવ બચાવવા છુપાઈ ગયા હતા. તે નગર રક્ષક પાસે ગયા. નગર રક્ષકોએ તેનો પીછો પકડ્યો. ધન્ય અને પાંચ દીકરા પણ સાથે જ ગયા. નગર રક્ષકોએ સતત પીછો કરી ચિલાતને હંફાવ્યો. પાંચસો ચોર ચોરીનો માલ છોડી ભાગ્યા. નગર રક્ષકો માલ–સંપત્તિ લઈ પાછા વળ્યા. ચિલાત સુષુમાને લઈ ભાગ્યો. ધન્યશેઠ તથા તેમના પુત્રો તલવાર લઈ એકલા પડી ગયેલા ચિલાતનો સતત પીછો કરતા જ રહ્યા. બચવાનો ઉપાય ન મળતાં ચિલાતે સુષુમાનું ગળું કાપી નાખ્યું. ધડને છોડી મસ્તક લઈ ચિલાત ભાગી છૂટયો. છતાં ભૂખ્યો–તરસ્યો પીડા પામતો અટવીમાં જ મૃત્યુ પામ્યો. સિંહગુફા સુધી પહોંચી ન શક્યો. આ તરફ ધન્ય સાર્થવાહે પોતાની પુત્રીનું મસ્તક રહિત નિર્જીવ શરીર જોયું તો તેમના સંતાપનો પાર ન રહ્યો. તેમણે ખૂબ વિલાપ ર્યો. નગરીથી ખૂબ દૂર નીકળી ગયા હતા. જોશમાં કેટલું અંતર કપાયું તેનો ખ્યાલ નહોતો રહ્યો. જોશ નિઃશેષ થઈ ગયો હતો. ભૂખ–તરસ સખત લાગેલી. આસપાસ પાણી માટે તપાસ કરી પણ એક ટીપુંય ન મળ્યું. રાજગૃહી નગરી સુધી પહોંચવાની શક્તિ ન રહી. વિકટ સમસ્યા ઉભી થઈ. ધન્ય સાર્થવાહે કહ્યું – 'ભોજન વિના રાજગૃહી નહિ પહોંચાય તેથી મને હણી મારું માંસ તથા રુધિર દ્વારા ભૂખ–તરસ મીટાવો. જ્યેષ્ઠ દીકરાએ તે માન્ય ન ર્યું. પોતાના વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા. પરસ્પર બધાએ વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા ત્યારે નિર્ણય ક્યોં કે સુષુમાના શરીરનો આહાર કરી સકુશલ રાજગૃહી પહોંચવું અને એમ જ થયું. યથાસમયે ધન્ય પ્રવ્રજયા અંગીકાર કરી. સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાવિદેહમાં જઈ મોક્ષે પધારશે. શિક્ષા–પ્રેરણા :– ધન્ય સાર્થવાહ તથા તેમના પુત્રોએ સુષુમાના માંસ–રુધિરનો આહાર રસેન્દ્રિયની લોલુપતા માટે નહિ પરંતુ રાજગૃહી સુધી પહોંચવાના ઉદ્દેશથી જ ર્યો હતો. તેથી સાધકે આહાર, અશુચિમય શરીરના પોષણ માટે નહિ પરંતુ મુક્તિએ પહોંચવાના લક્ષથી જ કરવો. લેશમાત્ર પણ આસક્તિ ન રાખવી. અનાસક્ત ભાવે આહાર કરવો તે દૃષ્ટિકોણને નજર સમક્ષ રાખી આ ઉદાહરણની અર્થ સંઘટના કરવી જોઇએ. ઉત્તરાધ્યયન સૂત્ર તથા ઠાણાંગસૂત્રમાં છ કારણે આહાર કરવાનું બતાવ્યું છે. (૧) ક્ષુધા વેદનાની શાંતિ માટે (૨) સેવા માટે (સશક્ત શરીર હોય તો સેવા કરી શકે તે માટે) (૩) ઈરિયા સમિતિ શોધવા માટે Page #24 -------------------------------------------------------------------------- ________________ 24 મોહ ન આગમસાર–પૂર્વાર્ધ (ખાધા વિના આંખે અંધારા આવતા હોય તો તે મટાડી ગમન કરી શકાય તે માટે) (૪) સંયમ પાળવાને માટે (૫) જીવન નિભાવવા માટે (૬) ધર્મધ્યાન અને ચિંતન માટે. આ પ્રમાણે છે કારણોથી શ્રમણ – નિગ્રંથ આહાર કરે છે. સાચું જ કહ્યું છે કે – જીવન ભોજન માટે નથી પણ ભોજન જીવન માટે છે. "સુખી થવું છે? તો કમ ખા, ગમ ખા, નમ જા." અધ્યયન – ૧૯ પુંડરીક અને કંડરીક મહાવિદેહ ક્ષેત્રના પૂર્વવિભાગના પુષ્પકલાવતી વિજયમાં પુંડરિકિણી નગરી સાક્ષાત્ દેવલોક સમાન સુંદર હતી. બાર યોજન લાંબી અને નવયોજન પહોળી હતી. મહાપા રાજાના બે દીકરા હતા – પુંડરીક અને કંડરીક. એકદા ધર્મઘોષ આચાર્યની દેશના સાંભળી મહાપઘરાજા દીક્ષિત થયા. પુંડરીક રાજા બન્યા. મહાપદ્મ રાજર્ષિ વિશુદ્ધ સંયમ પાળી. મોક્ષે પધાર્યા. ફરીને સ્થવિરોનું આગમન થતાં કંડરીકને વૈરાગ્ય ઉત્પન થયો. દીક્ષાની અનુમતિ માંગતા વડીલ બંધુએ રાજ્યગાદી પ્રદાન કરવાનું કહ્યું પરંતુ કંડરીકે તેનો અસ્વીકાર કરતાં દીક્ષા લીધી. કંડરીક મુનિને દેશ-દેશાંતરમાં વિચરતાં, લખો–સુકો આહાર કરતાં શરીરમાં રોગ ઉત્પન્ન થયો. સ્થવિર પુનઃ પુંડરિકિણી નગરીમાં પધાર્યા. ભાઈમુનિનું શરીર શુષ્ક જોઈ વિર મુનિ પાસે ચિકિત્સા કરાવવાનું નિવેદન ક્યું. તે માટે યાન શાળામાં પધારવા વિનંતિ કરી. સ્થવિર યાનશાળામાં પધાર્યા. ઉચિત્ત ચિકિત્સા થવાથી કંડરીક મુનિ સ્વસ્થ થયા. સ્થવિર મુનિ ત્યાંથી વિહાર કરી અન્યત્ર ગયા પરંતુ કંડરીક મુનિ રાજસી ભોજનમાં આસક્ત થવાથી ત્યાં જ રહ્યા. વિહાર કરવાનું નામ ન લીધું. રાજા પુંડરીક તેની આસક્તિ તથા શિથિલતાને જાણી ચૂક્યા હતા. કંડરીકને જાગૃત કરવા નિમિત્તે સવિધિ વંદન કરી કહ્યું – "દેવાનુપ્રિય! આપને ધન્ય છે! આપ પુણ્યશાળી છો! આપે મનુષ્ય જન્મ સફળ બનાવ્યો; ધન્યાતિધન્ય છે આપને!!! હું પુણ્યહીન છું, ભાગ્યહીન છું કે હજી સુધી મારો છટયો હું સંસારમાં ફસાયેલો છે!" કંડરીક મુનિને આ વચન ચિકર તો ન લાગ્યું છતાં મોટા ભાઈની લજ્જાવશ વિહાર ક્ય; પણ સંયમ પ્રત્યે સભાવ નહોતો. વિરક્ત ભાવ નહોતો. તેથી કેટલોક સમય સ્થવિર પાસે રહ્યા. અંતે સાંસારિક લાલસાઓથી પરાજિત થઈ રાજમહેલની અશોકવાટિકામાં આવી બેઠા. લજ્જાને કારણે મહેલમાં પ્રવેશ ન ર્યો. ધાવમાતાએ તેમને જોયા. જઈને રાજાને જણાવ્યું. રાજાએ અંતઃપુર સહિત આવી વંદન કરી સંયમમાર્ગની અનુમોદના કરી. પણ યુક્તિ કામ ન આવી. કંડરીક ચુપચાપ બેઠા રહ્યા. 'આપ ભોગને ઇચ્છો છો?' કંડરીકે લજ્જા ત્યાગી હા પાડી. યમ ઉપકરણ લઈ પુંડરીક રાજા દીક્ષિત થયા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે સ્થવિર મહાત્માના દર્શન કરી તેમની પાસે ચાતુર્યામ ધર્મ અંગીકાર ક્ય પછી જ આહાર–પાણી ગ્રહણ કરીશ. તેઓએ આ પુંડરિકિણી નગરીનો ત્યાગ ક્યો અને સ્થવિર ભગવંત પાસે જવા પ્રસ્થાન કર્યું. કંડરીક પોતાના અપથ્ય આચરણને કારણે અલ્પકાળમાં જ આર્તધ્યાન પૂર્વક કાળધર્મ પામ્યો. તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી સાતમી નરકમાં ઉત્પન્ન થયો. આ ઉત્થાન બાદ પતનની કહાની થઈ. જ્યારે પુંડરીક મુનિ ઉગ્ર સાધના કરી અંતે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી તે મોક્ષે પધારશે. ઉત્થાન તરફ જવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. પ્રેરણા - શિક્ષાઃ (૧) સંયમજીવનમાં દર્દને કારણે કદાચ ઔષધનું સેવન કરવું પડે કે શક્તિવર્ધક દવા લેવી પડે ત્યારે અત્યધિક વિવેક રાખવો. ક્યારેક આવી દવાઓથી એશ આરામ, ભોગાકાંક્ષાની મનોવૃત્તિ પ્રબળ થાય છે. દા.ત. શેલક રાજર્ષિ અને કંડરીક મુનિ. બને મુનિઓને પથ ભ્રષ્ટ થવામાં ચિત્સિા જ કારણભૂત છે. કયારેક સાધુ દવાની માત્રામાં યા પરેજી પાળવામાં અવિવેક રાખે છે તેથી તેનું પરિણામ નવા રોગોની ઉત્પત્તિ અને જીવન વિનાશ થાય છે. (૨) વિગય નં વિપલ માત્રામાં સેવન કરવાથી વિકાર પેદા થાય છે. છતાં પણ તે સસાધ્ય છે એટલે કે વિગયોત્પન વિકારનું તપ દ્વારા ઉપશમન થઈ શકે છે પણ ઔષધજન્ય વિકાર મહા ઉન્માદ પેદા કરે છે. કુશલ સેવાનિષ્ઠ પંથકના મહિનાઓના પ્રયત્નથી શૈલક રાજર્ષિનો ઉન્માદ શાંત થયો પણ કંડરીકનો વિકારોન્માદ શાંત ન થયો. ત્રણ(અઢી) દિવસના ક્ષણિક – નશ્વર જીવન માટે વર્ષોની કમાણી બરબાદ થઈ આ નિકૃષ્ટતમ દરજ્જાનો ઉન્માદ આત્મદેવાળું ફૂંકવાનું દષ્ટાંત પૂરું પાડે છે. (૩) અલ્પકાળની આસક્તિ જીવોને ઉંડા ખાડામાં નાખી દે છે. જ્યારે અલ્પકાળનો વૈરાગ્ય ઉત્સાહ પ્રાણીને ઉચ્ચતમ શિખરે પહોંચાડે છે. પુંડરીક રાજર્ષિએ ત્રણ દિવસના ઉત્કૃષ્ટ સંયમ અને એક છઠ્ઠ તપની આરાધનાથી ગુરુ ચરણોમાં સ્થિર થતાં આત્મ કલ્યાણ સાધી લીધું. ત્રણ દિવસ તો શું એક ઘડીનો વૈરાગ્ય પણ બેડો પાર કરી નાખે છે. અને ક્ષણભરની લાપરવાહી વર્ષોની કમાણી લૂંટી લે છે. પુંડરીક રાજાએ સ્વયંવેશ ધારણ ક્ય.... દીક્ષા લીધી. છતાંય ગુરુ પાસે પુનઃ મહાવ્રતનું ઉચ્ચારણ . પ્રથમ છટ્ટના પારણે ગુરુ આજ્ઞા લઈ વહોરવા ગયા. વૈરાગ્યની ધારા ઉત્કૃષ્ટ હતી તેથી નિરસ - રૂક્ષ આહાર લઈ આવ્યા. પાદ વિહાર, તપશ્ચર્યા અને રૂખા આહારથી દારૂણ પેટપીડા ઉત્પન્ન થઈ. અવસરોચિત્ત અનશન ગ્રહણ ક્યું અને રાત્રે જ કાળધર્મ પામ્યા. સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. કિંડરીક પ્રબળ ઈચ્છાથી રાજા બન્યા અને ત્રીજે દિવસે મૃત્યુ પામી સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થયાં. વિષય-કષાય આત્માના મહાન લુંટારા છે. અનર્થની ખાણ છે. આત્મગુણોને માટે અગ્નિ અને ડાકુનું કામ કરવાવાળા છે. વિષય ભોગને વિષ અને કષાયને અગ્નિની ઉપમા આપવામાં આવી છે. હૃષ્ટ–પુષ્ટ શરીરનો ક્ષણભરમાં ખાત્મો બોલાવી, દેનાર વિષ છે. જ્યારે અગ્નિ અલ્પ સમયમાં બધું જ ભસ્મ કરી નાખે છે. એ જ ન્યાયે વિષય-કષાય અલ્પ સમયમાં દીર્ઘકાળની આત્મ સાધનાને નષ્ટ કરી નાખે છે. વિષયભોગમાં અંધ બનેલ મણિરથ મદનરેખામાં અંધ બની નિરપરાધ નાના (૪) Page #25 -------------------------------------------------------------------------- ________________ 25. jainology આગમસાર ભાઈની હત્યા કરે છે. સર્પદંશથી પોતાનું મૃત્યુ થતાં નરકમાં ચાલ્યો જાય છે. નિરંતર માસખમણની તપશ્ચર્યા કરવાવાળા મહાતપસ્વી પણ જો કષાય કરે તો વારંવાર જન્મ-મરણ કરે છે. (સૂય. અ. ૨. ઉ. ૧)કષાય અને વિષયની તીવ્રતાવાળી વ્યક્તિ ચક્ષહીન ન હોવા છતાં અંધ કહેવામાં આવી છે–મોહાંધ, વિષયાંધ, ક્રોધાંધ ઇત્યાદિ... ઉત્ત.અ.૧૯માં વિષયભોગને કિંપાગ ફળની ઉપમા આપી છે. જે ખાતાં તો મીઠાં લાગે છે પણ પછી પ્રાણ હરી લે છે. (૬) આ અંતિમ અધ્યયનમાં કામ ભોગોનું દુઃખમય પરિણામ અને સંયમના શ્રેષ્ઠ આનંદનું પરિણામ બતાવ્યું છે. ઓગણીસ અધ્યયનોનું હાર્દ (૧) સંસાર ભ્રમણના દુઃખોની તુલનાએ સંયમના કષ્ટો નગણ્ય છે. સંયમથી અસ્થિર બનેલ આત્માને વિવેકથી સ્થિર કરવો. જોઇએ. દા.ત. ભગવાન મહાવીરે મેઘમુનિને સ્થિર ક્ય. કોઈ કાર્યના મૌલિક આશયને સમજ્યા વિના નિર્ણય ન લેવો. શરીર ધર્મ સાધનાનું સાધન અને મુક્તિમાર્ગનો સાથી હોવાથી આહાર દેવો પડે છે એવી વૃત્તિથી આહાર કરવો. જેમ કે શેઠે ચોરને આપ્યો. જીવનમાં પોતાના સાધ્ય પ્રત્યે દઢ શ્રદ્ધા હોવી જોઈએ. જિનદત્ત પુત્રને ઠંડા પ્રત્યે હતી તેવી. ઇન્દ્રિય અને મનનો નિગ્રહ કરી આત્મસાધનામાં અગ્રેસર થવું. ગંભીર કાચબા સમાન. ચંચળ અને કૂતુહલવૃત્તિનો ત્યાગ કરવો. માર્ગભૂલેલા સાધકનો તિરસ્કાર ન કરતાં કુશળતા અને આત્મીયતાથી તેનો ઉદ્ધાર કરવા પ્રયત્ન કરવો. દા.ત. પંથક. ઔષધ પ્રયોગમાં અત્યધિક સાવધાની રાખવી. (૬) કર્મ આત્માને લેપયુક્ત તુંબડાની સમાન ભારે બનાવી સંસારમાં ભટકાવે છે. ૧૮ પાપથી કર્મ પુષ્ટ થાય છે તેથી પાપનો ત્યાગ કરી કર્મની નિર્જરા કરવામાં સદા પુરુષાર્થ રત રહેવું. (૭) આત્મગુણોનો દિનપ્રતિદિન વિકાસ કરતા રહેવું. ધના સાર્થવાહની ચોથી પુત્રવધૂ રોહિણીની જેમ. (૮) સાધનામય જીવનમાં અલ્પતમ માયા કપટ ન હોવું જોઇએ. માયા મિથ્યાત્વની જનની છે. સમકિતને નષ્ટ કરી સ્ત્રીપણું અપાવે છે. (૯) સ્ત્રીઓના લોભામણા હાવભાવમાં ફસાવું નહિ. જિનપાલની જેમ દઢ રહેવું. (૧૦) જીવ પ્રયત્ન વિશેષથી ગુણોના શિખરને સર કરે છે અને અવિવેકથી અંધકારમય ગર્તામાં જાય છે. માટે સાવધાની પૂર્વક વિકાસ ઉન્મુખ બનવું જોઈએ. ચંદ્રમાની કળાની જેમ. (૧૧) પોતાના કે પરાયા દ્વારા કોઈપણ જાતનો પ્રતિકૂળ વ્યવહાર થાય તેને સમ્યક પ્રકારે સહન કરવો જોઈએ. ચોથા દાવદ્રવ વૃક્ષની જેમ. તેમાં સહજ પણ ઉણપ રહેશે તો સંયમની વિરાધના થશે. અન્ય ત્રણ પ્રકારના દાવદ્રવ વૃક્ષની જેમ. (૧૨) પુદ્ગલનો સ્વભાવ બદલાતો રહે છે. તેની પ્રત્યે ધૃણા કે આનંદ ન માનવો. સુબુદ્ધિ પ્રધાનની જેમ. (૧૩) સંત સમાગમ આત્મ વિકાસનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી સત્સંગ કરતા રહેવું. આત્મસાધનામાં પ્રમાદ આવતાં જીવ પશુ યોનિમાં જાય છે. ત્યાં પણ સંયોગ મળતાં જીવનને સફળ બનાવી શકે છે. નંદ મણિયારની જેમ. (૧૪) દુઃખ આવતાં ધર્મ પ્રત્યે રુચિ વધે છે. તેતલપુત્ર પ્રધાનની જેમ. કિન્તુ સુખની પળોમાં ધર્મ કર્યો હોય તો દુઃખના દિવસો જોવા ન પડે. (૧૫) અનુભવી વૃદ્ધની સલાહ ક્યારેય અવગણવી નહિ. નંદી ફળ ન ખાવાનું સૂચન. (૧૬) મુનિને અભક્તિ-અશ્રદ્ધાથી દાન ન દેવું - નાગેશ્રી. જીવદયા અને અનુકંપાનું મહત્વ ધર્મરુચિ અણગારની જેમ સમજો. (૧૭) ઇન્દ્રિયના વિષયોમાં ફસાતાં સ્વતંત્રતા નષ્ટ પામે છે. આકીર્ણ ઘોડાની જેમ. (૧૮)અનાસક્ત ભાવે આહાર કરવો. (૧૯) સાધનાયુક્ત જીવનમાં વૈર્ય ધારણ કરવું. સંયમ ભ્રષ્ટ ભોગાસક્ત આત્મા દુઃખની પરંપરા વધારે છે – કંડરીકા દ્વિતીય શ્રુતસ્કંધ – કાલીદેવી: રાજગૃહી નગરીમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. તે સમયે ચમરેન્દ્ર અસુરરાજની અગ્રમહિષી (પટ્ટરાણી) કાલીદેવી પોતાના સિંહાસન ઉપર બેઠી હતી. અચાનક જંબુદ્વીપ તરફ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકતાં ભગવાન મહાવીરને જંબુદ્વીપના ભરત ક્ષેત્રની રાજગૃહી નગરીમાં બિરાજતા જોયા. તે જોતાં જ કાલીદેવી સિંહાસનથી નીચે ઉતરી જે દિશામાં ભગવાન મહાવીર હતા તે દિશામાં સાત-આઠ પગ આગળ જઈ પૃથ્વી ઉપર મસ્તક મૂકી વિધિવત્ વંદના કરી. ત્યારપછી ભગવાનની સમક્ષ પ્રત્યક્ષ વંદન–નમસ્કાર કરવાનો નિશ્ચય ક્યો. હજાર યોજન વિસ્તૃત વિમાનની વિક્રવણા કરવાનો આદેશ ક્ય. વિમાન તૈયાર થતાં પરિવાર સહિત ભગવાન પાસે આવી વંદન નમસ્કાર કર્યા. દેવોની પરંપરા અનુસાર પોતાના નામ-ગોત્ર પ્રકાશિત કરી બત્રીસ પ્રકારની નાટ્યવિધિ બતાવી. પાછી ગઈ. કાલીદેવીના ગયા પછી ગૌતમ સ્વામીએ ભગવાનની સમક્ષ પ્રશ્ન પૂછ્યો – 'ભંતે! કાલી દેવીએ દિવ્ય ઋદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી? ત્યારે ભગવાને તેનો પૂર્વભવ જણાવ્યો. આમલકલ્પા નગરીના કાલ નામના ગાથા પતિની એક પુત્રી હતી. તેની માતાનું નામ કાલશ્રી હતું. પુત્રીનું નામ કાલી હતું. તે બેડોળ શરીરવાળી હતી. જેથી અવિવાહિત રહી ગઈ. એકદા પુરુષદાનીય ભગવાન પાર્શ્વનાથ આમલકલ્પામાં પધાર્યા. કાલીએ દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી. માતા-પિતાએ ઠાઠ-માઠથી દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ભગવાને પુષ્પચૂલા આર્યાજીને શિષ્યા તરીકે પ્રદાન કરી. કાલી આર્યાજીએ અગિયાર અંગનું અધ્યયન ક્યું અને યથાશક્તિ તપશ્ચર્યા કરતી સંયમની આરાધના કરવા લાગી. Page #26 -------------------------------------------------------------------------- ________________ 26 આગમચાર-પૂર્વાર્ધ કેટલોક સમય વીત્યા બાદ કાલી આર્યાને શરીર પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થઈ. વારંવાર અંગોપાંગ ધોતી અને જ્યાં સ્વાધ્યાય કાઉસગ્ગ આદિ કરતી ત્યાં પાણી છાંટવા લાગી. સાધ્વાચારથી વિપરીત પ્રવૃત્તિ જોઈ આર્યા પુષ્પચૂલાજીએ વારંવાર સમજાવવાનો પ્રયત્ન ર્યો, પણ ન માની. અંતે જુદા ઉપાશ્રયમાં રહેતી સ્વચ્છેદ થતા વિરાધક બની. અંતિમ સમયે પંદર દિવસનો સંથારો કરી, શિથિલાચારની આલોચના પ્રતિક્રમણ ર્યા વિના મૃત્યુ પામી કાલીદેવી પણે ઉત્પન્ન થઈ છે. ગૌતમ સ્વામીએ પુનઃ પ્રશ્ન ર્યો, 'હે પ્રભુ! હવે તે ક્યાં જન્મ લેશે?" "ગૌતમ! દેવીનો ભવ પૂર્ણ કરી મહાવિદેહમાં જન્મ લેશે. ત્યાં નિરતિચાર સંયમની આરાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરશે. પ્રેરણા - શિક્ષા :- મહાવ્રતોન વિધિવત પાલન કરવાવાળો જીવ. તે ભવમાં જો સમસ્ત કર્મોનો ક્ષય કરે તો નિર્વાણ પ્રાપ્ત કરે. કર્મ બાકી રહી જાય તો વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. પણ મહાવ્રતને અંગીકાર કરવા છતાં જો વિધિવત્ પાલન ન કરે તો શિથિલાચારી બને છે, કુશીલ બને છે, સમ્યજ્ઞાન આદિનો વિરાધક બને છે. કાય કલેશ આદિ બાહ્ય તપશ્ચર્યા દ્વારા દેવગતિ પ્રાપ્ત કરે છે પણ વૈમાનિક જેવી ઉચ્ચગતિ નથી મેળવી શકતો. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી દેવ બને છે. દશ વર્ગોના વિષયોનું વર્ણન દ્વિતીય શ્રત સ્કંધના દશ વર્ગ છે. પ્રથમ વર્ગમાં ચમરેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન છે. બીજા વર્ગમાં વૈરોચનેન્દ્ર બલીન્દ્રનું, ત્રીજામાં અસુરેન્દ્રને છોડી દક્ષિણ દિશાના નવ ભવનવાસી ઈન્દ્રોની અગ્રમહિષીઓ અને ચોથામાં ઉત્તર દિશાના ઇન્દ્રોની અગ્રમહિષીઓનું વર્ણન છે. પાંચમામાં દક્ષિણ અને છઠ્ઠામાં ઉત્તર દિશાના વાણવ્યંતર દેવોની અગ્રમહિષીઓનું, સાતમામાં જયોતિષેન્દ્ર ચન્દ્રની, આઠમામાં સૂર્યેન્દ્રની તથા નવમા અને દશમાં વર્ગમાં વૈમાનિકના સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધી દેવીઓનું વર્ણન તેમના પૂર્વભવનું છે. જે મનુષ્ય પર્યાયમાં સ્ત્રીરૂપે હતી. સાધ્વી બન્યા પછી ચારિત્રની વિરાધના કરી. શરીરબકુશ બની. ગુરુણીની મનાઈ હોવા છતાં માની નહિ અને અંતે ગચ્છથી મુક્ત થઈ સ્વચ્છંદ પણે રહેવા લાગી. અંતિમ સમયે તેમણે દોષોની આલોચના – પ્રતિક્રમણ ન ક્ય. કાળધર્મ પામી. ચમરેન્દ્રની અગ્રમહિષી બલીન્દ્રની અગ્રમહિષી દક્ષિણના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ | ૫૪ ઉત્તરના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ ૫૪ દક્ષિણ વ્યંતરના આઠ ઇન્દ્રોની અગ્રમહિષી ૪૪૮ | ૩૨ ઉત્તર વ્યંતરના આઠ ઇન્દ્રોની અગ્રમહિષી ૪૪૮ | ૩૨ ચન્દ્રની અગ્રમહિષી સૂર્યેન્દ્રની અગ્રમહિષી સૌધર્મેન્દ્રની અગ્રમહિષી ઈશાનેન્દ્રની અગ્રમહિષી આ પ્રમાણે દશ વર્ગના ૨૦૬ અધ્યયનમાં ૨૦૬ દેવીઓનું વર્ણન કરવામાં આવ્યું છે.એક ભવ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે સાર – જિનવાણી પ્રત્યે, જિનાજ્ઞા પ્રત્યે શ્રદ્ધા, આસ્થા શુદ્ધ છે. તપ-સંયમની રુચિ છે તો બકુશવૃત્તિ ભવપરંપરા નથી વધારતી પણ અંતે સાચા હૃદયથી આલોચના–પ્રતિક્રમણ ન કરવાથી જીવ વિરાધક બને છે. ઉપાસક દશા પ્રસ્તાવના: જૈન ધર્મમાં ત્યાગ અને સાધનાનું મહત્વપૂર્ણ સ્થાન છે. તીર્થકર પ્રભુ કેવલ જ્ઞાનની પ્રાપ્તિ બાદ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. જેમાં ચાર અંગ હોય છે. સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એમની સાધનાને બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. શ્રમણ ધર્મ અને શ્રમણોપાસક ધર્મ. શ્રમણ સર્વત્યાગી સંયમી હોય છે. જ્યાં આત્મ સાધના જ સર્વસ્વ છે. આ શ્રમણ "સલ્વે સાવજર્જ જોગં પચ્ચક્ખામિ" આ સંકલ્પ સાથે જ નવા જીવનમાં પ્રવેશ કરે છે. ત્યાં તેઓ કરવું કરાવવું અને અનુમોદન કરવું આ ત્રણ કરણ અને ત્રણ યોગથી જીવન પર્યન્ત બધાં જ પાપોનો ત્યાગ કરે છે. તેમની એ સાધના સર્વવિરતિ સાધના છે. મહાવ્રતોની સમગ્ર પરિપૂર્ણ આરાધના રૂપ ઉપર્યુક્ત સાધનાની અપેક્ષાએ હળવો, સુકર, સરળ બીજો માર્ગ પણ છે. જેમાં સાધક પોતાની શક્તિ અનુસાર સીમામાં (મર્યાદામાં) વ્રત સ્વીકાર કરે છે. એવા સાધકોને શ્રમણોપાસક (શ્રાવક) કહેવામાં આવે છે. તેમની આ સાધનાને દેશ વિરતિ સાધના કહેવામાં આવે છે. ઉપાશક દશાંગ સૂત્ર અંગ સૂત્રોમાં સાતમું અંગ સૂત્ર છે. એમાં દેશ વિરતિ સાધના રૂપે શ્રમણોપાસક જીવનની ચર્ચાઓ છે. ભગવાન મહાવીરના સમયના દશ શ્રાવક આનંદ, કામદેવ, ચૂલણીપિયા, સુરાદેવ, ચુલશતક, કુંડકૌલિક, સકડાલપુત્ર, મહાશતક, નિંદિની પિયા અને શાલિહિપિયા નુ વર્ણન છે. આમ, ભગવાન મહાવીરના દોઢ લાખથી વધુ સંખ્યામાં શ્રાવકો હતાં. તેમનાંમાં મુખ્ય પ્રમુખ શ્રાવકો સંખ- પુષ્કલીજી વગેરે હતાં. તદપિ અહીંયા આ ૧૦ શ્રાવકોનું જીવન કંઈક વિશેષ ઘટનાઓ અને ઉપસર્ગોને કારણે તેમજ પ્રેરક હોવાથી અંકિત કરવામાં આવ્યું છે. સૂત્રમાં વર્ણિત દશે શ્રાવકોએ વીસ વર્ષ સુધી શ્રાવક વ્રતોનું પાલન ક્યું. જેમાં છેલ્લા છ વર્ષોમાં બધાયે નિવૃત્તિમય જીવન Page #27 -------------------------------------------------------------------------- ________________ jainology આગમસાર સ્વીકાર ક્યું અને શ્રાવકની અગિયાર પડિમાઓનું આરાધન કર્યું. આ સમાનતાની દષ્ટિએ પણ આ દશ શ્રાવકોનું વર્ણન આ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આ સૂત્રની એ સ્વતંત્રરૂપે વિશેષતા છે કે તે ગૃહસ્થ જીવનની સર્વાગીય સાધના પર પ્રકાશ પાડે છે. તે કારણે તેનું નામ પણ ઉપાશક દશાંગ સૂત્ર રાખવામાં આવ્યું છે. આથી ગૃહસ્થજીવનમાં ધર્માચરણ કરનાર દરેક સાધકો માટે આ સૂત્ર અવશ્ય વાંચવા યોગ્ય અને મનન કરવા યોગ્ય છે. આ તથ્યને સમજીને દરેક શ્રમણોપાસક આ સૂત્રનું વારંવાર અધ્યયન કરશે તો તેઓ અનેકાનેક માર્ગદર્શન આ સૂત્રથી મેળવી શકશે. પ્રાપ્ત કરશે. ઉપલબ્ધ આ સૂત્ર ૮૧૨ શ્લોક પ્રમાણ માનવામાં આવ્યું છે. પ્રથમ અધ્યયન આનંદઃ પ્રાચીનકાળમાં વૈશાલીની નજીક જ વાણિજયગ્રામ નામનું નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે લિછવિઓનું ગણ રાજ્ય હતું. તે નગરમાં આનંદ નામના શેઠ રહેતા હતા. તેની પાસે કરોડોની સંપત્તિ હતી. સમાજમાં તે પ્રતિષ્ઠિત અને સમ્માનિત હતા. બુદ્ધિમાન, વ્યવહાર કુશળ અને મિલનસાર હોવાને કારણે તેઓ બધાના વિશ્વસનીય હતા. તેમને શિવાનંદા નામની પત્ની હતી. તે પણ ગુણવંતી અને પતિપરાયણ હતી. આનંદના અન્ય પારિવારિક લોકો પણ ગુણ સંપન્ન અને સુખી હતાં. એક વાર તે નગરની બહાર ઉપવનમાં ભગવાન મહાવીર સ્વામી પર્યાયા. પ્રજાજનો ભગવાનના દર્શન કરવા ગયાં. આનંદ શ્રાવકને જાણકારી મળી. તેના મનમાં પણ ભગવાનના દર્શન કરવાની ઉત્કંઠા જાગી. તે પણ ત્યાં પહોંચ્યા અને ભક્તિપૂર્વક ભગવાનને વંદન નમસ્કાર કરીને પરિષદમાં બેસી ગયા. ભગવાને આવેલી વિશાળ પરિષદમાં બેઠેલાં તમામ લોકોને ઉપદેશ આપ્યો. જીવાદિ, મોક્ષ પર્યન્ત તત્વોનું સ્વરૂપ સમજાવ્યું. સંમય ધર્મ અને ગૃહસ્થ ધર્મનું પણ ભગવાને વિશ્લેષણ ક્યું. ઉપદેશ સાંભળીને કેટલાય લોકો પ્રતિબોધ પામ્યા. શ્રદ્ધાવિત બન્યા અને કેટલાય લોકોએ શ્રમણ ધર્મ તથા શ્રમણોપાસક ધર્મ સ્વીકાર ર્યો તેમજ વીતરાગ ધર્મની ભૂરિ–ભૂરિ પ્રશંસા કરી. આનંદ શ્રેષ્ઠી ભગવાનની વાણીનું શ્રવણ કરીને અત્યંત આનંદિત થયા. આગાઢ શ્રદ્ધા ભક્તિ પ્રગટ કરીને તેણે ભગવાન સમીપે અણગાર બનનાર વ્યક્તિઓને ધન્યવાદ આપ્યા અને પોતાની અસમર્થતા પ્રગટ કરીને શ્રાવકના વ્રતોનો સ્વીકાર કર્યો. આનંદ શ્રાવકે ગ્રહણ કરેલાં વ્રતો:(૧ થી ૩) પૂલ- હિંસા, અસત્ય તથા ચોરીનો બે કરણ અને ત્રણ યોગથી ત્યાગ. ૪. શિવાનંદા સ્ત્રીની મર્યાદા અને શેષ કુશીલનો ત્યાગ. ૫. પરિગ્રહ પરિમાણમાં (૧) ચાર કરોડ સોનૈયા નિધાનમાં (૨) ચાર કરોડ વેપારમાં (૩) ચાર કરોડ ચલ–અચલ સંપતિમાં (ઘર વખરીમાં) એ સિવાય પરિગ્રહનો ત્યાગ, ૪ ગોકુળ ઉપરાંત પશુઓનો ત્યાગ. આવાગમન સંબંધી ક્ષેત્ર સીમા – ૫૦૦ હલવા ઉપરાંત ત્યાગ. બે હજાર વાંસનો એક હલવો એવા ૫૦૦ હલવા અર્થાતુ. ૨૫૦૦ માઈલ ૪000 કિલોમીટરની ક્ષેત્ર મર્યાદા ઉપરાંત ત્યાગ. આ ક્ષેત્ર મર્યાદામાં મકાન, ખેતી, રહેવાનું અને ગમનાગમન વગેરેનો સમાવેશ છે. (૧) સુગંધિત લાલ રંગના ટુવાલ ઉપરાંત અન્ય બધાનો ત્યાગ. (૨) જેઠીમધ ના દાતણ સિવાય અન્ય દાતણોનો ત્યાગ. (૩) દુધીયા આંબળા, સિવાય વાળ ધોવાના ફળોનો ત્યાગ.(૪) શતપાક અને સહસ્ત્ર પાક તેલ ઉપરાંત માલિશનો ત્યાગ. (૫) એક પ્રકારની પીઠી સિવાય ઉબટ્ટણનો ત્યાગ.() આઠ નાના ઘડા ઉપરાંત સ્નાનનાં પાણીનો ત્યાગ. (૭) પહેરવાના સુતરાઉ એક પ્રકારનાં કપડાની જોડી સિવાય અન્ય વસ્ત્રનો ત્યાગ. (૮) ચંદન, કમકમ, અગર અને કેસર સિવાય તિલક માટેના લેપનો ત્યાગ (૯) કમલ અને માલતીનાં ફૂલોની માળા સિવાય ફૂલનો ત્યાગ. (૧૦)કાનનાં કુંડલ અને નામવાળી અંગુઠી વીંટી સિવાયનાં આભૂષણોનો ત્યાગ. (૧૧) અગર અને લોબાન સિવાયનાં ધૂપનો ત્યાગ.(૧૨) એક જ પ્રકારનો કઢો અથવા ઉકાળા સિવાય અન્ય પેય પદાર્થનો. ત્યાગ. અથવા મગ તથા ચોખાના પાણી (રસ) સિવાય ત્યાગ.(૧૩) ઘેવર તથા સાટા સિવાય અન્ય મીઠાઈઓનો ત્યાગ. (૧૪) એક જાતીના ચોખા સિવાય ઓદનનો ત્યાગ.(૧૫) ચણા, મગ અને અડદની દાળ અતિરિક્ત દાળનો ત્યાગ. (૧૬) શરદઋતુના ગાયના દૂધના તાજા ઘી સિવાય ત્યાગ. (૧૭) દૂધી, સુવા, પાલકનો અને ભીંડા સિવાય લીલી શાકભાજીનો ત્યાગ. (૧૮) પાલંકા(વિશિષ્ટ પ્રકારના ગુંદર) સિવાય બીજા ગુંદરના પેયનો ત્યાગ. (૧૯) દાળના વડા અને કાંજીના વડા ઉપરાંત તળેલા પદાર્થોનો ત્યાગ. (૨૦) વરસાદનું પાણી અથવા ઘરમાં એકઠું થયેલું વરસાદનું પાણી, એ સિવાય ત્યાગ. (૨૧) એલચી, લવિંગ, કપૂર, તજ અને જાયફળ સિવાય તંબોલ પદાર્થોનો ત્યાગ. (૨૨) એક હજાર બળદ ગાડીઓ ઉપરાંત વધારે રાખવાનો ત્યાગ, ચાર જહાજ ઉપરાંત રાખવાનો ત્યાગ. ૮. ચાર પ્રકારના અનર્થ દંડનો ત્યાગ. ૯. વિશેષ સામાયિક આદિની સંખ્યા પરિમાણ આદિનું વર્ણન નથી. આનંદ શ્રાવક દ્વારા આ વ્રત પ્રત્યાખાન ગ્રહણ કરાયા પછી ભગવાન મહાવીરે તેમને સમકિત સહિત બધાં વ્રતોનાં ૯૯ અતિચાર સમજાવ્યાં. અતિચાર, આદરેલા વ્રતોની સીમામાં ન હોવાં છતાં પણ ધ્યાનમાં રાખવા યોગ્ય હોય છે. અતિચારોનું યથાશક્ય સેવન ન કરવાથી જ વ્રત અને ધર્મની શોભા રહે છે. અતિચારોનું સેવન કરવાથી વ્રતી અને ધર્મની અવહેલના થાય છે. અને વ્રતમાં પણ દોષ લાગે છે અથવા પરંપરાએ દોષ લાગવાની સંભાવના રહે છે. - ૯૯ અતિચાર શ્રવણ કરીને આનંદ શ્રાવકે ભગવાનને વંદના નમસ્કાર કરીને પ્રતિજ્ઞા ઘારણ કરી કે આજથી આરંભી મારે અન્ય તીર્થકોને, અન્ય તીર્થકોના(કહેવાતા) દેવોને, અન્ય તીર્થકોએ ગ્રહણ કરેલા અરિહંતના સાધુઓને, વંદન નમસ્કાર કરવા તથા Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 28 પૂર્વે તેઓ ન બોલ્યા હોય તો તેમની સાથે આલાપ સંલાપ કરવો તથા તેઓને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ (ધર્મબુધ્ધિથી) આપવું ન કલ્પ,(અનુકંપા ભાવથી કલ્પ) પણ એમાં આ પ્રમાણે આગારો છે. રાજાના હુકમથી, કુળપરંપરાથી, દેવના ઉપદ્રવથી, ગુરનિગ્રહથી, બલથી, વિપતિકાળમાં. એ છ આગાર સિવાય ધર્મબુધ્ધિથી, ઉપર્યુકતનો ત્યાગ છે. મારે શ્રમણ નિગ્રંથોને પ્રાસુક અચિત અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાયપોચ્છનક,પીઠ, આસન, ફલક-પાટીયું, શય્યા, વસ્તિ, સંસ્તારક તથા ઔષધ અને ભૈષજય વડે સત્કાર કરવા યોગ્ય છે. એમ કહીને આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરે છે. પ્રતિજ્ઞા ગ્રહણ ક્ય પછી આનંદે પોતાના મનમાં ઉઠેલા પ્રશ્નો પૂછીને સમાધાન કર્યું. ત્યાર પછી ઘેર જઈને આનંદ શ્રાવકે પોતાની પત્ની શિવાનંદાને પણ વ્રત ધારણ કરવાની પ્રેરણા આપી. તેણે પણ ભગવાન સમક્ષ ઉપસ્થિત થઈને વિનય ભક્તિ પૂર્વક ઉપદેશ સાંભળીને શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા. ક્રમશઃ શ્રમણોપાસક પર્યાયનું પાલન કરતાં-કરતાં શિવાનંદા પત્ની સહિત આનંદ શ્રાવક જીવ-અજીવ આદિ તત્વોના જ્ઞાતા બની ગયા; નિગ્રંથ પ્રવચનમાં તેમની શ્રદ્ધા દઢ થી દઢતર બની. કોઈ પણ દેવ કે દાનવ તેમને ધર્મમાંથી વિચલિત કરી શકતા નહિ. ધર્મનો રંગ તેના રોમે-રોમમાં વણાઈ ચૂક્યો હતો. તેઓ મહિનામાં છ દિવસ ઘરનાં બધાંજ કાર્યોથી નિવૃત્ત થઈને પરિપૂર્ણ પૌષધ વ્રતનું સમ્યક્ પ્રકારે પાલન કરતા. ચૌદ વર્ષ પછી આનંદ શ્રાવકે મોટા(ભવ્ય) સમારંભ સાથે સંપૂર્ણ કુટુંબની જવાબદારી પોતાના પુત્રોને સોંપીને પૌષધશાળામાં નિવૃત્તિથી રહેવા લાગ્યા. તે નિવૃત્ત જીવનમાં તેમણે શ્રાવકની ૧૧ પડિમાઓ સ્વીકારી. તે પડીમાઓની સાડા પાંચ વર્ષ સુધી સમ્યક આરાધના કરી. અને અંતમાં મૃત્યુનો સમય નજીક આવતો જાણીને તેમણે ભક્ત પ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ ર્યો. સંથારા દરમ્યાન શુભ અધ્યવસાયોલેશ્યાનું શુદ્ધિકરણ વિશુદ્ધિ કરણ થતાં જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશિષ્ટ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે અવધિજ્ઞાન વડે તેઓ ઊંચા-નીચા અને તિચ્છ લોકના સીમિત ક્ષેત્રને અને તેમાં રહેલ જીવ-અજીવ પદાર્થોને પ્રત્યક્ષ જાણવા અને જોવા લાગ્યા. વિચરણ કરતાં-કરતાં ભગવાન મહાવીર સ્વામી તે નગરમાં પધાર્યા. ગૌતમ સ્વામી ભગવાનની આજ્ઞા લઈને છઠના પારણાર્થે ગોચરી વહોરવા નગરમાં પધાર્યા. આનંદ શ્રમણોપાસકના અનશનની વાત સાંભળીને ગૌતમ સ્વામી ત્યાં પૌષધશાળામાં આનંદ શ્રાવક પાસે આવ્યા. આનંદ શ્રાવકનું શરીર ધન્ના અણગારની જેમ અસ્થિપંજર(અત્યંત કૃશ) થઈ ગયું હતું. પોતાની જગ્યાએથી હલવું ચાલવું પણ તેમના માટે શક્ય ન હતું. માટે ગૌતમ સ્વામીને નજીક આવવાની પ્રાર્થના કરી. ગૌતમ સ્વામી નજીક ગયા. આનંદે તેમને ભક્તિ સભર વંદન-નમસ્કાર ર્ધા અને નિવેદન ક્યું કે હે ભંતે! મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, જેથી હું ઉપર સૌધર્મ દેવલોક સુધી નીચે લોલુચ્ય નામક નરકાવાસ સુધી અને પૂર્વ-પશ્ચિમ તેમજ દક્ષિણમાં લવણસમુદ્રમાં ૫૦૦-૫૦૦ યોજન સુધી તથા ઉત્તરમાં ચુલ્લ હિમવંત પર્વત સુધી જોઈ રહ્યો છું. ri ગૌતમ સ્વામીએ કહ્યું કે શ્રાવકને અવધિજ્ઞાન થઈ શકે છે પરંતુ આટલું વિશાળ ન થઈ શકે. માટે તમે આ કથનની આલોચના અને પ્રાયશ્ચિત્ત કરો. આનંદ શ્રમણોપાસકે ગૌતમ સ્વામીને પ્રશ્ન ર્યો કે હે ભંતે! શું જિનશાસનમાં સત્યનો પણ પ્રાયશ્ચિત્ત હોય? ગૌતમ સ્વામીએ ઉત્તરમાં જણાવ્યું કે એવું નથી અર્થાત્ સાચા વ્યક્તિ ને પ્રાયશ્ચિત આવતું નથી. ત્યારે ગૌતમ સ્વામીને આનંદ શ્રાવકે ફરીને નિવેદન ક્યું કે હે ભંતે! તો આપે જ આલોચના-પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. દઢતા યુક્ત આનંદ શ્રમણોપાસકના શબ્દો સાંભળીને ગૌતમસ્વામી સંદેહશીલ થઈ ગયા અને ભગવાનની પાસે જઈને આહાર-પાણી બતાવ્યા અને સંપૂર્ણ હકીકત કહીને ભગવાનને પૂછયું કે આનંદ શ્રાવકે પાયશ્ચિત કરવું જોઇએ કે મારે? ભગવાને જણાવ્યું કે હે ગૌતમ! તમારે જ પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ અને શુદ્ધ થવું જોઇએ તેમજ આનંદ શ્રાવક પાસે આ પ્રસંગની ક્ષમાયાચના કરવી જોઇએ. ત્યારે ગૌતમ સ્વામીએ પોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત ક્યું. અને પાછા પૌષધશાળામાં જઈને આનંદ શ્રાવક પાસે ક્ષમાયાચના કરી અને પછી આવીને પારણું ક્યું. આનંદ શ્રાવકનો આ સંથારો એક મહિના સુધી ચાલ્યો. પછી સમાધિ પૂર્વક તેમણે પંડિત મરણ પ્રાપ્ત કર્યું. દેહ ત્યાગ કરીને તેઓ પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને તપ-સંયમનું પાલન કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. શિક્ષા – પ્રેરણા -૧. વ્યક્તિએ બુદ્ધિમાન, વ્યવહાર કુશળ અને મિલનસાર બનવું જોઇએ. ૨. પત્નીનો પતિ તરફ હાર્દિક અનરાગ શ્રદ્ધા અને સમર્પણ ભાવ હોવો જોઇએ. ૩. ધર્મ પ્રત્યેની સાચી શ્રદ્ધા, નિષ્ઠા સમજ પ્રાપ્ત થઈ જાય પછી વ્રત ધારણ કરવામાં આળસ ન કરવી જોઇએ. કેટલી પણ વિશાળ સંપત્તિ હોય કે ગમે તેટલું વિશાળ કાર્ય ક્ષેત્ર કેમ ન હોય પણ શ્રાવકને વ્રત ધારણ કરવામાં તે કોઈ બાધક રૂપ નથી બનતાં. કારણ કે સંપત્તિ ધર્મમાં બાધક હોતી નથી પરંતુ તેની અમર્યાદા અને મોહ તેમજ મમત્વ બાધક બને છે. કેટલાયે લોકો વર્ષો સુધી ધર્મ સાંભળે છે અને ભક્તિ કરે છે. પરંતુ શ્રાવકના બાર વ્રતોને ધારણ કરવામાં આળસના કારણે તેઓ પરિસ્થિતિઓ અને જવાબદારીઓનાં બહાનાઓને આગળ કરે છે. તેમણે આ શ્રાવકોનાં જીવનમાંથી પ્રેરણા લેવી જોઇએ. સંતોએ પણ આવેલી પરિષદને શ્રાવકના વ્રતોનું સ્વરૂપ સરળતા પૂર્વક વિધિવત્ સમજાવવું જોઇએ અને તેમને વ્રતધારી બનવા ઉત્સાહિત પ્રોત્સાહિત કરવા જોઇએ. આજ-કાલ કેટલાયે ઉપદેશકો વગેરે આ વિષયનું વિશ્લેષણ કરતાં જ નથી અને કોઈક આ વિષયનું પ્રતિપાદન કરે તો પણ શ્રાવકના વ્રતોને પહાડ સમાન બતાવીને તેની કઠિનતાનો (અઘરાપણાનો) ભય શ્રાવકોમાં ભરી દે છે. જેથી કરીને શ્રાવક લોકો આ વ્રતોને ધારણ કરવાની વાતોને પહેલેથી ધકેલી દે છે, ઉપેક્ષા કરી દે છે. માટે એવું ન કરતાં આ બાબતમાં વિદ્વાન સાધુ ભગવંતો અને સંત સતિઓએ વિશેષ ધ્યાન આપવું જોઇએ. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪ jainology આગમસાર ૫. ઉપદેશ શ્રવણ ક્ય પછી જિનવાણીની હૃદયપૂર્વક પ્રશંસા અનુમોદના કરવી જોઇએ. ૬. પોતાની શક્તિનું મૂલ્યાંકન કરીને અથવા વિકાસ કરીને વ્રત ધારણ કરવા જોઇએ. ૭. પરિવારના સહસભ્યોને પણ ધર્મકાર્યમાં, વ્રત પ્રત્યાખ્યાનમાં જોડાવા માટે ઉત્સાહિત કરવા જોઈએ. ૮. શ્રાવકપણામાં પણ તત્વજ્ઞાનની વૃદ્ધિ કરતા રહેવું આગમોનો સ્વાધ્યાય પણ કરવો. શીધ્રપણે જ જવાબદારીઓમાં થી મુક્ત થઈને અથવા મુક્ત થવાની લગની રાખીને ઘર, વ્યાપારનો કારોબાર પુત્ર વગેરેને સોપી દેવો જોઇએ. એમ નહીં કે મરે ત્યાં સુધી ઘર, દુકાન, ધંધો અને મોહ છૂટે જ નહીં. આવી મનોવૃત્તિ થી આરાધના થવી સંભવ નથી. તેથી સમય આવ્યે ધંધાથી નિવૃત્ત થઈને સાધનાની અભિવૃદ્ધિ કરવાનું લક્ષ્ય રાખવું જોઇએ. તે શ્રાવકનો પહેલો મનોરથ પણ છે. ૧૦. નિવૃત્ત જીવનમાં શક્તિ અનુસાર તપ અને ધ્યાનમાં તેમજ આત્મ ચિંતન-મનનમાં લીન થઈ સાધના કરવી જોઇએ. ૧૧. પારિવારિક લોકોના મોહની એટલી હદે પ્રગાઢતા કે લાચારી ન હોવી જોઇએ કે અનશન લેતી વખતે તે બાધક બને. ૧૨. ગુણોનો વિકાસ ચરમ સીમાએ પહોંચ્યા પછી પણ વિનયનો ગુણ ન છોડવો જોઇએ. આનંદ શ્રાવકનું જીવન ત્યાગ, તપ, ધ્યાન, પડિમાયુક્ત હતું, આદર્શ શ્રાવક રત્ન હતાં; અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું, શરીર હાડપીંજર થઈ ગયું હતું. તેમાં છતાં ગૌતમ સ્વામીને જોઈને તેમના પ્રત્યે શ્રદ્ધા અને વિનય–ભક્તિ યુક્ત વંદન નમસ્કાર કરી ચરણોમાં મસ્તક નમાવ્યું. ૧૩. સત્યનું સન્માન જીવનમાં હંમેશાં હોવું જોઈએ. વિનયવાન હોવા છતાં પણ સત્ય માટે દઢ મનોબળ હોવું જોઇએ. સત્યમાં કોઈનાથી દબાવાની કે ડરવાની જરૂર હોતી નથી. ૧૪. પોતે કરેલી ભૂલની ખબર પડે તો ઘમંડ અથવા ખોટો દંભ ન કરવો જોઈએ. સરલતા અને ક્ષમાયાચના રૂપે નમ્રતા ધારણ કરીને જીવન સુંદર અને સાધનામય બનાવવું જોઇએ. સાર:- જિન શાસનમાં ત્યાગનુ, વ્રત નિષ્ઠાનું, શુદ્ધ શ્રદ્ધા તેમજ, સરલતા, નમ્રતા, આદિ ગુણોનું, સત્ય નિષ્ઠતા, નિડરતા અને ક્ષમાપના આદિગુણોનું તેમજ તે ગુણો યુક્ત આત્મવિકાસ કરનારાઓનું મહત્વ છે. આ પ્રકારના ગુણ સંપન્ન સાધકો અંતિમ સમય સુધી ઉચ્ચ સાધનામાં લીન બનીને આત્મ કલ્યાણ કરી લે છે. તેઓ સાધનાની વચ્ચે ગુસ્સો,ઘમંડ, અપ્રેમ, વૈમનસ્ય, કલહ, દ્વેષ, નિંદા, પ્રમાદ, આળસ આદિ દુર્ગુણોના શિકાર બનતા નથી. બીજું અધ્યયન – શ્રમણોપાસક કામદેવ ભગવાન મહાવીરના સમયમાં પૂર્વ બિહારમાં ચંપા નામની નગરી હતી. જિતશત્રુ રાજા રાજય કરતો હતો. તે જ નગરમાં કામદેવ નામના શેઠ રહેતા હતા. જે આનંદ શ્રાવકની જેમ જ શ્રેષ્ઠ ગુણ વાળા અને સૌમ્ય પ્રકૃતિવાળા હતા. જેથી તેઓ સમાજમાં અગ્રસ્થાને હતા. લોકો તેમનો યોગ્ય આદર કરતા હતા. તેમને ભદ્રા નામની પતિપરાયણ અને ગુણ સંપન્ન સ્ત્રી હતી. સમૃદ્ધિમાં કામદેવ શ્રેષ્ઠિ આનંદથી ચડિયાતા (વિશેષ) હતા. તેમનું સાંસારિક જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતું. ભગવાન મહાવીરનું ચંપાનગરીમાં પદાર્પણ થતાં પરિષદ તેમનો ઉપદેશ સાંભળવા ગઈ. કામદેવ પણ ગયા. ધર્મદેશના શ્રવણ કરતાં જ કામદેવ ગદ્ગદિત થઈ ગયા; બાર વ્રત ધારણ ક્ય. ઇચ્છાઓ સીમિત થઈ ગઈ. જીવન સંયમિત બન્યું, સંસારના પદાર્થો પ્રત્યેની આસક્તિ ઘટી ગઈ. વિરક્ત ભાવે કુટુંબનું પરિપાલન કરતાં ધર્મ આરાધના કરવા લાગ્યા. ચૌદ વર્ષ સુધી શ્રાવક વ્રતનું પાલન ક્ય બાદ તેમના જીવનમાં ફરી પરિવર્તન આવ્યું. ભારે સમારોહની સાથે પુત્રને કુટુંબનો ભાર સોંપી નિવૃત્ત જીવનમાં અધિકાધિક સાધના કરવા પૌષધશાળામાં રહેવા લાગ્યા એક વખત કામદેવના વ્રત કસોટીના એરણે ચઢયા. તે પૌષધશાળામાં ધ્યાનસ્થ હતા. તેમની ધર્મ દ્દઢતાની પ્રશંસા ઇસભામાં શકેન્દ્ર કરી મિથ્યાત્વી દેવથી તે સહન ન થઈ, તે કામદેવ શ્રાવકને ધર્મથી વિચલિત કરવા પૌષધશાળામાં આવ્યો; વિકરાળ પિશાચનું રૂપ લીધું હાથમાં તલવાર લઈ કામદેવને ધમકાવતાં એમ કહ્યું – તમે આ ક્રિયા કલાપ તથા ધર્મોપાસના છોડી દો. નહિંતર આ તલવારથી તમારા ટુકડે ટુકડા કરી નાખીશ. જેથી આર્તધ્યાન કરતાં અકાળમાં જ તમે મૃત્યુ પામશો. બીજી અને ત્રીજી વખત પણ તે જ પ્રમાણે કહ્યું અને જોયું કે કામદેવ શ્રાવક તો પોતાની સાધનામાં મસ્ત બની ગયા છે. તેની ધમકીની કિંચિત્ પણ પરવા તેમને નથી. તે જોઈ દેવનો ગુસ્સો ખુબજ વધી ગયો. તત્કાળ તલવારથી તેના શરીરના ટુકડે ટુકડા કર્યા. ભયંકર વેદના હોવા છતાં કામદેવ શ્રમણોપાસક સમભાવથી સ્થિર રહ્યા. દેવમાયાથી ફરીને શરીર જોડાઈ ગયું. બીજી વખત દેવે હાથીનું રૂપ કરી ડરાવ્યો, ધમકાવ્યો. ત્રણ વખત કહેવા છતાં પણ કામદેવ શ્રમણોપાસક નહિ માનવાથી સૂંઢથી ઉપાડી આકાશમાં ઉછાળ્યો અને દાંતોથી ઝીલી લીધો પછી પગ નીચે કચડ્યો. ઘોર વેદના સહન કરવા છતાં કામદેવ નિશ્ચલ રહ્યા. દેવમાયાથી પુનઃ તેમનું શરીર દુરસ્ત થઈ ગયું. ફરીને ત્રીજી વખત વિષધર સર્પનું રૂપ ધારણ કર્યું. ડરાવ્યો, ધમકાવ્યો, ધર્મ છોડવા માટે કહ્યું તેમ છતાં કામદેવ સહેજ પણ ચલિત ન થયા. ત્યારે સર્પરૂપધારી દેવે તેના ગળામાં ત્રણ લપેટા દઈ છાતીમાં ડંખ માર્યો; ઘોરાતિઘોર વેદના આપી; હજી કામદેવ શ્રાવક અડોલ જ હતા. આખરે માનવ પાસે દાનવની હાર થઈ. ક્રૂરતા ઉપર શાંતિનો વિજય થયો. કામદેવ શ્રાવક પરીક્ષામાં ઉતીર્ણ થયા. દેવ ગુણાનુવાદ કરતો, ક્ષમા માંગતો, ભવિષ્યમાં હવે આવું નહીં કરું એવો સંકલ્પ કરી વારંવાર વિનય કરતો, દેવલોકમાં ચાલ્યો ગયો. ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં તે નગરમાં પધાર્યા. સવાર થતાં કામદેવે પૌષધ પાળી, યોગ્ય વસ્ત્ર પરિધાન કરી, જન સમૂહની સાથે ભગવાનના દર્શન કરવા ચાલ્યા. વંદન નમસ્કાર કરી બેઠા. ભગવાને ધર્મદેશના આપી. સ્વયં ભગવાને કામદેવ શ્રાવકને પૂછ્યું કે ' આજ રાત્રે દેવે આ પ્રમાણે ઉપસર્ગ આપ્યા હતા? " કામદેવે સ્વીકાર ક્ય.તે ઘટના બતાવી ભગવાને કામદેવને ધન્યવાદ આપ્યા તથા શ્રમણ-શ્રમણીઓને સંબોધિત કરતાં કહ્યું કે એક શ્રમણોપાસક ગૃહસ્થ પણ ધર્મની શ્રદ્ધા રાખી શકે છે; પરીક્ષાની ઘડીએ ધીર-ગંભીર બની સહન કરે છે. દાનવને પણ પરાજિત કરે છે; આ ઘટના દ્વારા દરેક સાધકે દઢ શ્રદ્ધાની અને Page #30 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 30 સંકટોમાંથી પાર ઉતરવા ધેર્યની પ્રેરણા લેવી જોઈએ. ત્યારે ઉપસ્થિત શ્રમણ-શ્રમણીઓએ 'હરિ' કહી પરમાત્માના વચનોનો સ્વીકાર કર્યો. ત્યાર પછી કામદેવ શ્રાવકે વિનય યુક્ત કેટલાક પ્રશ્નો પૂછી સમાધાન પ્રાપ્ત ક્યું અને વંદન નમસ્કાર કરી ચાલ્યા ગયા. ઉપવાસનું પારણું ર્યા પછી પૌષધશાળામાં આવી ધર્મસાધનામાં લીન બન્યા. આનંદની જેમ શ્રાવકની અગિયાર પડિમાઓ સ્વીકારી. અંતે એક મહિનાનો સંથારો કરી સમાધિમરણ પ્રાપ્ત કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંનું ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જઈ સિદ્ધ થશે. બાકીનું બધું વર્ણન આનંદ શ્રાવકની જેમ જ સમજવું. ૧૪ વર્ષ સામાન્ય શ્રાવક પર્યાય + ૬ વર્ષ નિવૃત્તિ સાધનામય જીવન કુલ ૨૦ વર્ષ શ્રમણોપાસક પર્યાયનું પાલન ક્યું. શિક્ષા – પ્રેરણા – આ ચરિત્રમાંથી ધર્મમાં દઢ શ્રદ્ધા અને મજબૂત મનોબળ રાખવાની પ્રેરણા મળે છે. માનવને કર્મ સંયોગે શારીરિક, આર્થિક, માનસિક, સામાજિક આદિ કેટલાય સંકટોમાંથી પસાર થવું પડે છે. તે સમયે સુબ્ધ ન થવું, જ્ઞાન ન બનવું, ગભરાવું નહિ પરંતુ ધેર્યની સાથે આત્મ ક્ષમતાને કેન્દ્રિત કરતાં દઢધર્મ અને પ્રિયધર્મી બનવું, દશવૈકાલિક સૂત્રમાં મનોબળને દઢ રાખવાવાળા આશ્વાસન વાક્યો કહ્યા છે – ન મે ચિરં દુખમિણે ભવિસ્યાં પલિઓવમ ઝિઝઈ સાગરોપમ કિમંગ પણ મઝ ઇમં મણો દુહ ભાવાર્થ આ મારું દુઃખ શાશ્વત રહેવાવાળું નથી. નરકના જીવો અસંખ્ય વર્ષો સુધી ઘોરાતિઘોર વેદના સહન કરે છે તેની અપેક્ષાએ અહીંના શારીરિક કે માનસિક દુ:ખ કંઈ વિસાતમાં નથી. આત્મા બધાનો સરખો છે. મારા આત્માએ પણ અજ્ઞાન દશામાં ખૂબ કષ્ટો સહન ક્યું છે. તો હવે સમજણ પૂર્વક આવા સામાન્ય કષ્ટોને સહન કરી લઉં. આ પ્રમાણે ચિંતન કરી શ્રેષ્ટ આદર્શોને નજર સમક્ષ રાખી આપત્તિની ઘડીઓને ધૈર્ય પૂર્વક પાર પાડવી જોઈએ. કેટલાક આત્માઓ ધર્મ દ્વારા લૌકિક સુખોની ઇચ્છા કરે છે. તેઓ પોતાની ચાહના પૂર્તિ થાય કે કેમ તેના ઉપરથી ધર્મગુરુઓની કિંમત આંકે છે. તેઓને ચમત્કારી ગુરુ તથા ચમત્કારી ધર્મ જ પ્રિય હોય છે. આવા ચમત્કાર પ્રિય શ્રાવકોએ આ અધ્યયનમાંથી શિક્ષા લેવી જોઇએ કે દેવ પ્રદર કષ્ટોને સહેનાર કામદેવે એવું ન વિચાર્યું કે 'આવો શ્રેષ્ઠ ધર્મ ધારણ ક્ય, તીર્થકરોનું શરણું લીધું છે છતાં ધર્મના કારણે જ સંકટની ઘડીઓ આવી. સુખને બદલે દુઃખ મળ્યું. આવો કોઈ વિકલ્પ ન ર્યો. જેની પાસે સમ્યક્ શ્રદ્ધા છે તેમને તો આવો વિચાર આવતો જ નથી. પણ ઐહિક સુખની ઇચ્છાવાળાને જ આવા સંકલ્પ-વિકલ્પ થાય છે. ચિત્ત સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. માટે ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવી જોઇએ. અસ્થિર ચિત્તવાળા ન બનવું જોઇએ. ધર્મના સંબંધે ઐહિક ચમત્કારથી મુક્ત બનવું જોઇએ. ત્રીજું અધ્યયન-ચલની પિતા ભારતની સુપ્રસિદ્ધ સમૃદ્ધિશાળી વારાણસી નગરીમાં ચુલનીપિતા નામના શેઠ રહેતા હતા. તેમની માતાનું નામ સમ્યકભદ્રા અને પત્નીનું નામ શ્યામા હતું. અગાઉના બને શ્રાવક કરતાં ચુલની પિતાની સમૃદ્ધિ ઘણી હતી. ૮ કરોડ સોનૈયા ભંડારમાં, ૮ કરોડ વ્યાપારમાં તથા ૮ કરોડ ઘરખર્ચમાં હતા. ૮ ગોકુલ હતા. આ પ્રમાણે ચુલની પિતા વૈભવશાળી પુણ્યશાળી પુરુષ હતા. ભગવાન મહાવીર પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર ક્યાં હતા. ચૌદ વર્ષ ગૃહસ્થ જીવનમાં રહ્યા બાદ નિવૃત્તિ મેળવી આત્મસાધનામાં લીન બન્યા હતા. એક વખત પૌષધશાળામાં ઉપવાસયુક્ત પૌષધની આરાધના કરી રહ્યા હતા. અર્ધ રાત્રિએ એક દેવ હાથમાં તલવાર લઈ બોલ્યો – ઓ ચુલની પિતા! આ ધર્મ-કર્મ છોડી દે. નહીં તો તારી સામે જ તારા મોટા દીકરાના શરીરના ટુકડા કરી, કળાઈમાં ઉકાળીશ. અને તેના લોહી અને માંસ તારી ઉપર નાંખીશ. બેત્રણ વખત આમ કહ્યા છતાં ચુલની પિતા દઢ રહ્યા. અંતે દેવે તેમજ ક્યું. પત્રને મારી તેને કડાઈમાં તળી તેના લોહી–માંસ શ્રાવક ઉપર નાખ્યા. ચુલની પિતા નજરે જોતા હતા છતાં સાધનામાં ક્ષુબ્ધ ન થયા. તેથી દેવનો ક્રોધ તેની શાંતિને કારણે વધુ ભડક્યો. દેવે એક એક કરતાં તેના ત્રણે પુત્રો સાથે તેવું જ બિભત્સ કૃત્ય ક્યું. ચુલની પિતા અડગ રહ્યા. અંતે દેવ દ્વારા ચુલની પિતાની માતા ભદ્રાની સાથે પણ તેવું જ કૃત્ય કરવાની ધમકી દેતાં શ્રાવકનું ધૈર્ય તૂટી ગયું. માતાની મમતાને કારણે સાધનામાં પરાજય થયો. પૌષધની મર્યાદાનું ઉલ્લંઘન કરીને દેવને પકડવાનો સંકલ્પ ર્યો. જ્યાં દેવને પકડવા હાથ ફેલાવ્યો ત્યાં દેવ તો અદશ્ય થઈ ગયો. અવાજ સાંભળતાં તેની માતા દોડતી આવી. આખી ઘટનાની જાણકારી થતાં કહ્યું. વત્સ! આ તો દેવ માયા હતી. અમે બધા સુરક્ષિત છીએ. નાહક ક્રોધ કરી સાધનામાં દોષ લગાડ્યો.તારા દોષનું પ્રાયશ્ચિત કરી લે. ચલની પિતાએ પોતાના દોષનો સ્વીકાર કરી પ્રાયશ્ચિત ક્યું. કુલ વીસ વર્ષ સુધી શ્રાવક પર્યાયનું પાલન કરી, શ્રાવકની પડિમાઓ ધારણ કરી અંતે સંથારો કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. શિક્ષા – પ્રેરણા – અપાર ધન વૈભવ સંપન હોવા છતાં પ્રાચીન કાળના માનવોમાં એટલી સરળતા હતી કે શીધ્ર ધર્મબોધ પામી જીવન પરિવર્તન કરી લેતા. આજના માનવે પણ તથ્યને જાણવું જોઇએ કે ધન સંપત્તિજ સર્વસ્વ નથી. પરલોકમાં સાથે ચાલશે ધર્મ, નહિ કે ધન. કોઈ નબળાઈના કારણે અનિચ્છાએ પણ ભૂલ થઈ જવાની સંભાવના રહે છે. છતાં ભૂલને ભૂલ સમજી, તેને સુધારી આદર્શમય જીવન જીવવું તે મહાન ગુણ છે. આપણે તેવો ગુણ અપનાવીએ અને તત્કાળ ભૂલનો સ્વીકાર કરી સન્માર્ગમાં આવી જઈએ. Page #31 -------------------------------------------------------------------------- ________________ આગમસાર jainology ચોથું અધ્યયન - સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેઓ પણ સમૃદ્ધિશાળી હતા. છ-છ કરોડનું ધન વ્યાપાર, ઘરખર્ચ તથા ભંડારમાં હતું. તેમની પત્નીનું નામ ધન્યા હતું. આનંદની જેમ તેનું સાંસારિક અને ધાર્મિક જીવન શ્રેષ્ઠ હતું. એક વખત પૌષધશાળામાં પૌષધની આરાધના કરી રહ્યા હતા. કોઈ એક મિથ્યાત્વી દેવ અર્ધરાત્રિએ આવી ડરાવવા લાગ્યો. ધમકી આપી દારુણ કષ્ટ આપવા છતાં સુરાદેવે સમતા રાખી. દેવે નવો ઉપાય અજમાવ્યો કે આ ધર્મ-કર્મ છોડી દે નહિતર કોઢ આદિ સોળ મહારોગ શરીરમાં ઉત્પન્ન કરીશ. શરીર સડી જશે અને તમે મહાદુઃખી થઈ જશો. અસીમ રોગોની કલ્પનાથી તેમનું મન ગભરાઈ ગયું; ઘીરજ ખૂટી ગઈ. સુરાદેવ પણ ચલિત થઈ ગયા. પત્ની ધન્યા દ્વારા પ્રેરણા મળતાં વ્રતની વિશુદ્ધિ કરી. પુનઃ ધર્મમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં શ્રાવકની અગિયાર પડિમાઓનું વહન કર્યું. વીસ વર્ષની શ્રાવક પર્યાયનું પાલન કરી એક માસનો સંથારો કરી પ્રથમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષે જશે. શિક્ષા- પ્રેરણા:- (દેહં પાતયામિ વા કાર્ય સાધયામિ – દેહ દુખં મહાફલ) આદિ વાક્યોથી આત્મ શક્તિને જાગૃત કરવી. શરીરનું મમત્વ પણ સાધકને સાધનાથી યૂત કરી દે છે. તેથી કોઈ પણ પ્રકારની આત્મસાધનામાં શરીરની મમતાને વૈરાગ્યના ચિંતન દ્રારા ક્રમશઃ ઘટાડવી જરૂરી છે. કારણ કે સાધનાની અંતિમ સફળતા દેહ મમત્વના ત્યાગમાં જ છે. પાંચમું અધ્યયન – ચેલ્લશતક આલંભિકા નગરીમાં ચુલ્લશતક શ્રાવક રહેતા હતા. તેમનો વૈભવ સુરાદેવ જેવો જ હતો. જીવનની સાધનાનું વર્ણન સુરાદેવ જેમ જ સમજવું. તેઓ પણ દેવ દ્વારા ધન ને નષ્ટ કરી દરિદ્ર બનાવી દેવાની ધમકી દ્વારા સાધનાથી યૂત થઈ ગયા. બહુલા નામની ભાર્યા દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી, પ્રાયશ્ચિત કરી શુદ્ધ થયા. અંતે સમ્યફ આરાધના કરી પંડિત મરણને વર્યા. શેષ મોક્ષ પર્યતનું વર્ણન સુરાદેવ સમાન જાણવું. - છઠું અધ્યયન - કુંડકૌલિક પ્રાચીન કાળમાં કાંપિલ્યપુર નગરમાં કુંડકૌલિક નામના શેઠ રહેતા હતા. ધન, સમૃદ્ધિ સુરાદેવ જેવી જ હતી. આનંદાદિ શ્રાવકોની જેમ જ ઉત્તમ ધાર્મિક જીવન જીવવા લાગ્યા. શ્રાવક વ્રતોનું પાલન કરવા લાગ્યા. એકદા બપોરના સમયે કુંડકૌલિક અશોક વાટિકામાં ગયા. ઉત્તરીય વસ્ત્ર ઉતારી, વીંટી પણ ઉતારી પોતાની સમીપે મૂકી દીધી. સામાયિકમાં સ્થિર થયા. ત્યાં એક દેવ ઉપસ્થિત થયો અને ઉત્તરીય વસ્ત્ર તથા વીંટી ઉપાડી આકાશમાં જઈ બોલ્યો. ગોશાલકનો ધર્મસિદ્ધાન્ત સુંદર છે. ભગવાન મહાવીરનો સિદ્ધાંત નથી. કારણ કે પુરુષાર્થથી કંઈ વળતું નથી. જે થવાનું હોય તે થઈને જ રહે છે આ સાંભળી કુંડકૌલિક બોલ્યા – 'દેવ! એક વાત કહો કે આ દેવ ઋદ્ધિ તમે કેવી રીતે મેળવી? ' 'મે પુરુષાર્થ વિના જ પ્રાપ્ત કરી છે. ' દેવે કહ્યું ' તો અન્ય પ્રાણી-પશું તમારી જેમ પુરુષાર્થ વિના દેવ કેમ નથી થતા? તેમાં જો કંઈ વિશેષ પુરુષાર્થ છે તો ગોશાલકનો સિદ્ધાંત સુંદર કેવી રીતે બન્યો? તે તો પુરુષાર્થને નિરર્થક સમજે છે.' ભગવાન મહાવીરના સિદ્ધાંત પુરુષાર્થ, નિયતિ, કાળ, સ્વભાવ અને કર્મ આ પાંચેયનો સ્વીકાર કરતા થકાં પુરુષાર્થ પ્રધાન વ્યવહારનું કથન કરે છે. અર્થાત્ વ્યાવહારિક જીવનમાં પુરુષાર્થ મુખ્ય છે અન્યથા તો બધા આળસુ (નિરુધમી) થઈ મોક્ષ પ્રાપ્ત કરી લે. પણ તે અસંભવિત છે. ગોશાલકના સિદ્ધાંતથી લૌકિક વ્યવહાર પણ ચાલતો નથી. વ્યાપાર, ભોજન આદિમાં જો પુરુષાર્થ કરવાની આવશ્યકતા ન રહે તો તે સર્વથા અવ્યવહારિક થઈ જાય છે. કુંડકૌલિક શ્રાવકના તર્કપૂર્ણ ઉત્તરથી દેવ નિરુત્તર થઈ ગયો અને ઉત્તરીય વસ્ત્ર તથા વીંટી મૂકીને ચાલ્યો ગયો. ભગવાને કુંડકૌલિક શ્રાવકની ભરસભામાં પ્રશંસા કરી. બધા શ્રમણ, શ્રમણોપાસકને જ્ઞાન ચર્ચાથી ન ગભરાતાં આ આદર્શને સન્મુખ રાખવાની પ્રેરણા કરી. કુંડકૌલિકે પણ ચૌદ વર્ષ દરમ્યાન સંસારની જવાબદારી નિભાવી તે પછી મોટો મહોત્સવ કરી, પુત્રને કુટુંબ વ્યવસ્થાનો ભાર સોંપી છ વર્ષ નિવૃત્ત સાધના કરી. પડિમાઓનું આરાધન કર્યું. અંતે એક મહિનાનો સંથારો કરી પંડિત મરણને વર્યા. કુંડકૌલિક પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા – શ્રમણ-શ્રમણોપાસકોએ પોતાની સાધનાનો કેટલોક સમય શાસ્ત્ર અધ્યયન, શ્રવણ તથા ચિંતન મનનમાં જોડીને જ્ઞાનનો અક્ષય નિધિ પ્રાપ્ત કરવો જોઈએ. દશવૈકાલિક સૂત્ર અ. ૯ ઉ.૪ માં બતાવ્યું છે કે શ્રુત અધ્યયનથી ચિત્ત એકાગ્ર થાય અને શ્રુત સંપન્ન સાધક સમય આવતાં પોતાના કે બીજાઓના આત્માને ધર્મમાં સ્થિર કરવા પૂર્ણ સફળ બને છે માટે સાધકોએ મૃત અધ્યયન કરી પોતાની નિર્ણાયક શક્તિનો વિકાસ કરવો જોઇએ. અધ્યયન સાતમું - સકલાલ પોલાસપુર નગરમાં સકડાલપુત્ર નામનો કુંભકાર રહેતો હતો, જે ગોશાલકનો અનુયાયી હતો તે આર્થિક રીતે સંપન હતો તેને ત્રણ કરોડ સોનૈયા તથા એક ગોકુળ હતું. માટીના વાસણ બનાવવાની પાંચસો કુંભાર શાળાઓ હતી. અને તે વાસણો વેચવાની વ્યવસ્થા નેક સાર્વજનિક સ્થાનો ઉપર રાખવામાં આવી હતી. તે સકડાલને ગોશાલકના ધર્મસિદ્ધાંતો પ્રત્યે અડગ આસ્થા હતી તે પ્રમાણે જીવન વીતાવતો હતો. એકદા બપોરના સમયે તે પોતાની અશોક વાટિકામાં બેઠો ધર્મધ્યાન કરી રહ્યો હતો. તે સમયે એક દેવ અદશ્ય રહી બોલ્યા – 'કાલે અહીં સર્વજ્ઞ, સર્વદર્શી ભગવાન પધારશે. તમે તેમને વંદન નમસ્કાર કરી તમારી કુંભારશાળામાં રહેવાની અનુજ્ઞા આપજો. આ સૂચનાને પોતાના ધર્મગુરુ ગોશાલક માટેની સમજી સકડાલે અવધારી. બીજે દિવસે પોલાસપુર નગર બહાર ભગવાન મહાવીર પધાર્યા. પ્રજાજનો દર્શનાર્થે જવા લાગ્યા. સકલાલ પણ ગયા. વિધિવત્ વંદન કરી ભગવાનની દેશના સાંભળવા બેઠા. ભગવાને સકડાલને સંબોધી કહ્યું કે ગઈકાલે એક દેવ તમને સૂચના આપવા Page #32 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 32 આવ્યો હતો ? તે મારા માટે જ કહ્યું હતું, ગોશાલકની અપેક્ષાએ નહીં. સકડાલ ભગવાનના જ્ઞાન ઉપર આકર્ષિત થયા, પ્રભાવિત થયા. તેમણે ઉઠી ભગવાનને વંદન નમસ્કાર કરી કુંભારશાળામાં પધારવાની વિનંતિ કરી. ભગવાને તેની પ્રાર્થના સ્વીકારી. સકડાલ ભગવાન પ્રત્યે આકર્ષિત થયા હતા છતાં સૈદ્ધાન્તિક આસ્થા તો ગોશાલકમાં જ હતી. અનુકૂળ અવસર જોઈ ભગવાને પૂછ્યું – ' આ માટીના વાસણ કેવી રીતે બન્યા છે ? ' સકડાલ ક્રમશઃ સંપૂર્ણ પ્રક્રિયા બતાવી. ભગવાને પુનઃ પૂછ્યું – આ આખી પ્રક્રિયા પુરુષાર્થથી થઈને ? સકડાલે કહ્યું – ના, નિયતિથી. પુરુષાર્થનું કંઈ મહત્વ નથી. ભગવાને પુનઃ કહ્યું – જો કોઈ પુરુષ તારા આ સેંકડો વાસણોને ફોડી નાખે અને તારી પત્ની સાથે દુરવ્યવહાર કરે તો તું તેને દંડ આપે કે નિયતિ સમજી ઉપેક્ષા કરે ? તુરંત સકડાલે કહ્યું કે અપરાધી સમજી તેને મૃત્યુદંડ કરું, ભગવાને કહ્યું – 'જો તમે તેમ કરશો તો તમારો સિદ્ધાંત અસત્ય ઠરશે. કારણ કે તમે નિયતિના સ્થાને પુરુષાર્થને માન્યો અને તેને અપરાધી ગણ્યો. આમ થોડી ચર્ચાથી જ સકડાલ યથાર્થ તત્વને સમજી ગયા. શ્રદ્ધાથી તેનું મસ્તક ઝૂકી ગયું. બાર વ્રત અંગીકાર ર્યા. સકડાલની પ્રેરણાથી તેની પત્ની અગ્નિમિત્રાએ પણ તેમજ ક્યું. આમ બન્ને આત્માએ સદ્ધર્મની પ્રાપ્તિ કરી ગૃહસ્થ જીવનની સાથે ધર્મસાધનામાં લીન બન્યા. ગોશાલકને આ ઘટનાની જાણકારી થતાં સકડાલને પોતાના મતમાં લાવવાની કોશિષ કરી. તે ત્યાં આવ્યો. ભગવાનની પ્રશંસા કરી. થોડા દિવસ તે ત્યાં જ રહ્યો, પણ તેના બધા પ્રયત્ન નિષ્ફળ ગયા. સકડાલે તેને ભગવાન સાથે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું પણ તેણે તે ન સ્વીકાર્યુ. અંતે નિરાશ થઈ ચાલ્યો ગયો. એકદા પૌષધશાળામાં અર્ધરાત્રિએ સકડાલ પાસે એક દેવ આવ્યો. ધર્મક્રિયા–વ્રત આદિને છોડવાનું કહ્યું અને તેના પુત્રોને મારવાની ધમકી આપી. પુત્રોને મારી અગ્નિમિત્રાને મારવાની ધમકી દેતાં સકડાલ ડગી ગયા. ક્રોધિત થઈ સકડાલ દેવને પકડવાનો પ્રયત્ન કરતાં દેવ અદશ્ય થઈ ગયો. અવાજ સાંભળી અગ્નિમિત્રા જાગૃત થયાં. પતિને વ્રતમાં સ્થિર ર્યા. સકડાલે પ્રાયશ્ચિત કરી શુદ્ધિ કરી. અંતે નિવૃત્ત થઈ સાધનામય જીવન જીવવા લાગ્યા. શ્રાવકની અગિયાર પડિમાઓનું પાલન ; વીસ વર્ષની શ્રાવક પર્યાય પૂરી કરી; એક માસનો સંથારો કરી પ્રથમ સ્વર્ગમાં ઉત્પન્ન થયા. અંતે મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મુક્તિ મેળવશે. શિક્ષા – પ્રેરણાઃ- = એકાંતવાદ મિથ્યા છે, તેથી અનેકાંત સત્યનો સ્વીકાર કરવો. અર્થાત્ નિયતિનો સ્વીકાર કરતાં સાથે પુરુષાર્થને પણ સ્વીકારવું જોઇએ. કોઈ પણ કાર્યની સફળતામાં એક યા અનેક સમવાયોની (સંયોગોની) પ્રમુખતાનો સ્વીકાર કરતાં અન્યનો એકાંતિક નિષેધ ન કરવો. દુનિયાનાં સર્વે વ્યવહારો પુરુષાર્થ પ્રધાન હોય છે. તેની સાથે કાળ, કર્મ, નિયતિ અને વસ્તુ સ્વભાવનું પોત–પોતાની સીમામાં મહત્વ સમજવું જોઇએ. સકડાલે પોતાની બુદ્ધિ અને સમજદારીનો આદર્શ ઉપસ્થિત ર્યો. અંતે સત્યનો નિર્ણય કરી તેનો સ્વીકાર ર્યો.ત્યાર પછી તેને ગોશાલકની ચમત્કારિક શક્તિ પણ વિચલિત ન કરી શકી. તે જ રીતે માનવના જીવનમાં ઉતાર-ચઢાવ ભલે આવે પરંતુ જીવનનો અંત સત્ય સાથે પસાર થાય, તેવી સરલતા અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવો જોઇએ. નિયતિને એકાંતિક સત્ય માનવાવાળી વ્યક્તિ કોઈના પુરુષાર્થને નથી સ્વીકારી શકતી. કોઈના ગુણ અને અપરાધને ન માની શકે. પરંતુ તે તથ્ય વ્યવહારથી તદ્ન વિપરીત છે. તથા નિયતિવાદને માટે ધર્મક્રિયાનો પુરુષાર્થ પણ નિરર્થક નીવડે. તેથી આવા એકાંત સિદ્ધાંતના ચક્કરમાં ફસાવું નહિ. નિયતિ વાદ વસ્તુ સ્વભાવ, કાળ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ આ પાંચ સમવાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ અનુસાર કોઈ એક સમવાયનું પ્રભુત્વ હોઈ શકે છે. બીજા સમવાયોનું પણ અસ્તીત્વ તો હોયજ છે, પણ બળ વધારે ઓછું થઈ જાય છે. નિગોદથી અસંશિ પંચેન્દ્રીય સુધી નિયતિ નું પ્રભુત્વ છે. કર્મનું પણ પ્રભુત્વ છે. સ્વભાવ સમવાયનાં પ્રભુત્વનાં કારણે અભવી જીવો મોક્ષમાં જતાં નથી . કાળ સમવાયનાં કારણે શનિવાર પછી સીધો સોમવાર નથી આવતો,આજે આંબો વાવતાં કાલે ફળ નથી મળતાં . મનુષ્ય ભવમાં પુરુષાર્થ નું પ્રભુત્વ અને મહત્વ છે. જે કાર્ય મનુષ્યભવમાં થઈ શકે છે તે બીજે ક્યાંય શક્ય નથી. તેથી મનુષ્યભવ પ્રાપ્ત થતાં જીવે સમ્યક પુરુષાર્થ કરી આત્મકલ્યાણ સાધી લેવું જોઇએ . આઠમું અધ્યયન – મહાશતક રાજગૃહી નગર તેના સમયમાં પ્રસિદ્ધ નગર હતું. રાજા શ્રેણિક ત્યાંનો શાસક હતો. ત્યાં મહાશતક નામના ધનિક શેઠ રહેતા હતા. ધન, સંપતિ, વૈભવ, પ્રભાવ, માન–સન્માન આદિની અપેક્ષાએ નગરમાં તેનું બહુ ઊંચુ સ્થાન હતું. તેની પાસે કાંસાના પાત્રના માપની અપેક્ષાએ ૨૪ કરોડ સોનૈયાનું ધન હતું. તે સમયના રિવાજ પ્રમાણે તેર (૧૩) શ્રેષ્ઠી કન્યાઓ સાથે મહાશતકના લગ્ન થયા. તે કન્યાઓને પોતાના પિતા તરફથી વિપુલ સંપત્તિ આદિ પ્રીતિદાનમાં મળી હતી. તે તેર સ્ત્રીઓમાં રેવતી સૌથી મુખ્ય હતી. પિતૃ સંપત્તિની અપેક્ષાએ પણ તે બધાથી અધિક ધનાઢય હતી. આ પ્રમાણે મહાશતક સાંસારિક દષ્ટિથી મહાન વૈભવશાળી અને અત્યંત સુખી હતો. પરંતુ વૈભવ અને સુખ વિલાસમાં તે ખોવાયો ન હતો. સંયોગવશ એક વખત ભગવાન મહાવીર સ્વામી રાજગૃહીમાં પધાર્યા. નગરના લોકો અને મહાશતક શેઠ પણ દર્શન કરવા માટે સમવસરણમાં ઉપસ્થિત થયા. ઉપદેશ સાંભળી મહાશતકના આત્માને પ્રેરણા મળી.તેમણે શ્રાવકના બાર વ્રત ધારણ ર્યા અને વધતી જતી સંપત્તિને સીમિત કરી દીધી અર્થાત્ હવે પછી સંપત્તિ ન વધારવાની પ્રતિજ્ઞા કરી. મહાશતક શ્રમણોપાસકને ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં કરતાં ચૌદ વર્ષ વ્યતીત થયા. ત્યારબાદ પુત્રને વ્યવસાય આદિ સોંપીને નિવૃત્ત જીવન જીવવા લાગ્યા. Page #33 -------------------------------------------------------------------------- ________________ jainology 33 આગમસાર મહાશતકની મુખ્ય પત્ની રેવતીનું જીવન અત્યંત વિલાસ પૂર્ણ હતું. તે માંસ અને મદિરામાં પહેલેથી જ અત્યંત આસક્ત હતી. મહાશતકના શ્રમણોપાસક બની ગયા પછી પણ તેણીએ પોતાની તે પ્રવૃત્તિ ન છોડી. રાજા શ્રેણિક દ્વારા પોતાના રાજ્યમાં ઘોષણા (પંચેન્દ્રિય વધ નિષેધ) આજ્ઞા કરાવ્યા પછી રાજ્યમાં ક્યાંય પણ માંસ મળતું નહિ તો પણ તેણીએ ઉપાય શોધી લીધો અને નોકરો દ્વારા પીયરથી દરરોજ ગાયના નવજાત વાછરડાના માંસના આયાતની વ્યવસ્થા ગુપ્ત રીતે કરી લીધી. ભોગાકાંક્ષાની તીવ્રતાથી તેણે સ્વચ્છંદતા પૂર્વક પોતાની બાર શોક્યોને શસ્ત્ર પ્રયોગ અને વિષપ્રયોગ દ્વારા મરાવી નાખી. મહાશતકનો તેની ઉપર કોઈ પણ નિયંત્રણ–ઉપાય ચાલી શક્યો નહીં. નિવૃત્ત સાધનાના સમયમાં એક દિવસની વાત છે કે તે પોતાની ઉપાસનામાં હતા. રેવતી મધના નશામાં ઉન્મત્ત બનીને ત્યાં પહોંચી અને મહાશતકને વ્રતથી Úત કરવા માટે અનેક પ્રકારના કામોદ્દીપક હાવભાવ કરવા લાગી અને કહેવા લાગી કે "તમારો ધર્મ કરી સ્વર્ગ પ્રાપ્ત કરવાથી વધુ શું લાભ થશે? જો કે તમે મારી સાથે પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવતા નથી. તો એનાથી વધુ સ્વર્ગ અને મોક્ષમાં શું લાભ થશે? આ પ્રકારે બે-ત્રણ વખત કહી મોહાસક્ત પ્રયત્ન કર્યો, પણ તેને નિષ્ફળતા મળી. મહાશતક મૌની સમાન અડગ રહ્યા. લેશ માત્ર પણ રેવતીનો પ્રભાવ તેના ઉપર ન પડ્યો. ધન્ય છે તે મહાશતકની વૈરાગ્યપૂર્ણ સાધનાને કે જે સ્વયં પત્નીના લોભામણા હાવભાવ આદિ અનકુળ ઉપસર્ગમાં પણ વિજયી બન્યા. રેવતી હારીને ચાલી ગઈ. મહાશતકજીએ શ્રાવકની અગિયાર પડિમા સ્વીકારી.અંતે સંલેખના કરી આત્મસાધનામાં ઝૂલવા લાગ્યા પવિત્ર પરિણામોથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ તરફ રેવતી માંસ અને મદિરામાં લુબ્ધ બની. ફરીથી મહાશતકજીને વ્રતોથી શ્રુત કરવા પૌષધશાળામાં પહોંચી અને અનેક પ્રકારની કુચેષ્ટાઓનો પ્રારંભ કર્યો. શ્રમણોપાસકની ઘીરજ ખૂટી. અવધિજ્ઞાનનો ઉપયોગ મકી રેવતીન ભવિષ્ય જોયું અને તેને ઉપાલંભ આપતા કહ્યું કે તે સાત દિવસમાં ભયંકર રોગથી દ:ખી થ આર્તધ્યાન કરતી મૃત્યુ પામી પહેલી નરકમાં ઉત્પન થઈશ. આ સાંભળતાં જ રેવતીનો નશો ઉતરી ગયો. નજરની સમક્ષ મોત દેખાવા લાગ્યું. સાતમા દિવસે મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થઈ. સંયોગવશાત્ ભગવાન મહાવીરનું પદાર્પણ થયું. તેઓએ ગૌતમ ગણધર દ્વારા મહાશતકજીને સાવધાન કરાવ્યા કે – સંથારામાં અમનોજ્ઞ કથન ન કરવું જોઇએ. તેથી તમે તેનું આલોચના પ્રાયશ્ચિત કરી વિશુદ્ધ બનો. મહાશતક શ્રમણોપાસકે તેનો સહર્ષ સ્વીકાર ર્યો. યથાસમયે સમાધિપૂર્વક પંડિત મરણે દેહનો ત્યાગ કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા:-(૧)અશુભ કર્મના સંયોગે કોઈ દુરાત્માનો સંયોગ થઈ જાય તો તેની ઉપેક્ષા કરતાં આત્મ-સાધનામાં લીન બનવું, એ આદર્શ મહાશતકજીએ પુરવાર કરી બતાવ્યો. વિચાર તો કરો કે કેટલી હદે રેવતીની દુષ્ટ પ્રવૃત્તિ હતી. મધ-માંસમાં લોલુપ, બાર શોક્યને મારવાવાળી, પીયરથી નવજાત વાછરડાઓના માંસ મંગાવનારી, પૌષધના સમયે પતિ સાથે નિર્લજ્જ વ્યવહાર કરવાવાળી,અહો! આશ્ચર્ય છે કર્મની વિચિત્રતા અને વિટંબણાઓનો! બંનેનું મરણ લગભગ સાથે જ થયું. (૨) વ્યસનીને પતન અવશ્ય થાય છે. ઘોરાતિઘોર પાપકાર્યમાં તે ફસાઈ જાય છે. તેથી વ્યસનથી દૂર રહેવું જોઈએ. સાત વ્યસન ત્યાજય છે. જુગાર, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, ચોરી, મધ,(દારૂ) માંસ. (૩) જિન શાસનમાં અંશમાત્ર પણ કટુતા અને અમનોજ્ઞ વ્યવહાર ક્ષમ્ય નથી. ભલે સામેવાળો ગમે તેટલો પાપી આત્મા કેમ ન હોય ? ભગવાને તે ભૂલને સુધારવા જ ગૌતમ ગણધરને મહાશતક પાસે મોકલ્યા હતા. હકીકતમાં લોઢું, લાકડું, પીતળ અને ત્રાંબામાં જેમ લોઢાની મેષ ક્ષમ્ય થઈ શકે છે પણ સોનાના પાત્રમાં લોઢાની નાની મેષ પણ અક્ષમ્ય છે. જેવી રીતે સુકોમળ પગમાં નાનો કાંટો પણ સહન નથી થતો. તે આખા શરીરની સમાધિને લૂંટી લે છે. તે જ રીતે સર્વોચ્ચ સાધનામય જીવનમાં પાપી વ્યક્તિ પ્રત્યે પણ કરવામાં આવેલી કટુતા, અમનોજ્ઞતા અક્ષમ્ય છે. તે સુધારવા માટે તીર્થકર, ગણધરને પણ અવશ્ય પ્રયત્ન કરવો પડે છે તો ગૃહસ્થની તો વાત જ શી? આ છે જિનશાસનનો મહાન આદર્શ. (૪) જિન શાસનની સાધનામાં લાગેલા બધા સાધકોએ પોતાના જીવન-વ્યવહારોનું સૂક્ષ્મતાથી અવલોકન કરવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે પોતાના માનસમાં કટુ ભાવ હોય, કટુ વ્યવહાર યા અમનોશ વ્યવહાર હોય તો તેને પોતાની જ ભૂલ સમજીને સ્વીકાર કરવી જોઇએ અને તેને સુધારવાની પ્રવૃત્તિને પોતાની આરાધના માટે આવશ્યક સમજવી જોઇએ. (પ) આજકાલ સાધકોના મનમાં ન જાણે કેટ-કેટલાની પ્રત્યે કટતા. અમનોજ્ઞતા, અપ્રસન્નતા, અમૈત્રીના સંકલ્પ ચકકર ફર્યા જ ોઈને કોઈ તરફ અમનોજ્ઞ ભાવ અને અમનોજ્ઞ વ્યવહારના ચક્ર ચાલ્યા કરે છે. તે બધા સાધકોએ આત્માને જગાડી, સાવધાન થવું જોઈએ. અન્યથા બાહય ક્રિયા કલાપ અને વિચિત્ર વિકટ સાધનાઓ સફળતાની શ્રેણિ સુધી પહોંચાડી શકશે નહીં. તેના માટે બધા શ્રમણોપાસકોએ અને વિશેષ કરીને નિગ્રંથ સાધના કરવા વાળાઓએ ફરી ફરીને આત્મસાક્ષી પૂર્વક મનન-ચિંતન અને સંશોધન અવશ્ય કરવું જોઇએ. (૬) કેટલાય ધર્મ શ્રદ્ધાળ માણસો વ્રતોની પ્રેરણા મળ્યા પછી પણ ઘરની પરિસ્થિતિને આગળ કરીને વ્રત નિયમ અને સાધનાઓથી વંચિત્ત રહી જાય છે તેઓને મહાશતકના આદર્શને નજર સમક્ષ રાખવો જોઇએ કે તેર પત્નીઓ હોવા છતા પણ ભગવાનની પાસે વ્રતધારણ કરવામાં તેમણે શરમ કે ખોટા બહાના બતાવ્યા નહીં પરંતુ આત્મીયતાથી ધર્મમાર્ગ સ્વીકાર્યો. બાર સ્ત્રીઓની મૃત્યુ દુર્ઘટના રેવતી પત્ની દ્વારા થવા છતાં પણ તે શ્રાવકે પોતાની સામાયિક અને મહિનામાં છ પૌષધ આદિ સાધના ન છોડી. તેની મુખ્ય પત્નીનો માંસાહાર અને મધસેવન ન છૂટી શક્યું. તો પણ તેઓ સાધનાની પ્રગતિ કરતા જ ગયા. (૭) રેવતીની વિલાસિતા અને આસક્તિ વધતી જ ગઈ તો પણ મહાશતકની સાધના વીસ વર્ષમાં અવિરામ સંથારા સુધી પણ પહોંચી જ ગઈ. કેટલી ઉપેક્ષા, કેટલી એકાગ્રતા અને શાંતિ, સમભાવ રાખ્યા હશે મહાશતક શ્રમણોપાસકે કે એવી વિકટ સંયોગજન્ય સ્થિતિમાં પણ તેમણે ગૃહસ્થ જીવનમાં અવધિજ્ઞાન અને આરાધક અવસ્થા પ્રાપ્ત કરી લીધી.આ મહાન શ્રમણોપાસકના કરે છે અથોત કાઈન કાઈ ત૨૨ અમારી બાબા Page #34 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ શાંત અને ધૈર્ય સંયુક્ત સાધનામય જીવનથી પ્રેરણા લઈ આપણે અનેકાનેક ગુણોને પ્રાપ્ત કરીને પોતાના જીવનને ઉજ્જવળ બનાવવું જોઇએ. (૮) આજકાલ અધિકતર લોકો દુર્ઘટનાઓના વાતાવરણથી વ્યાપ્ત થઈને વ્યક્તિના દોષથી પણ ધર્મને બદનામ કરવા લાગી જાય છે, આ તેઓની ભાવુકતા અને અજ્ઞાન દશાથી થવાવાળી ગંભીર ભૂલ છે. આધ્યાત્મ ધર્મ કોઈને પણ અકૃત્ય કરવાની પ્રેરણા નથી કરતો. ધાર્મિક સંસ્કારોવાળા વ્યક્તિના પરિવારમાં જો કોઈ અકૃત્ય થઈ પણ જાય તો તે પારિવારિક સદસ્યની ધાર્મિકતાથી નહીં પરંતુ વ્યકિગત વિષય, કષાય, મૂર્ખતા અને સ્વાર્થ અન્ધતાના દૂષણોનું અથવા પૂર્વકૃત કર્મોનું પ્રતિફળ છે, એમ સમજવું જોઇએ. ધર્મ અને ધાર્મિક વ્યક્તિ તો આવા સમયમાં પણ પોતાના આદર્શ અને સિદ્ધાંતમાં અડગ રહે છે. કહ્યું છે કે – જેનો જેવો પારખી, કરે મણિ નો મૂલ કિંમત ઘટે નહીં વસ્તુની, ભાંખે પરીક્ષક ભૂલ । નવમું અધ્યયન – નંદિનીપિતા શ્રાવસ્તી નગરીમાં સમૃદ્ધિશાળી ગાથાપતિ શેઠ નંદિનીપિતા રહેતા હતા. તે પણ આનંદની જેમ ગુણસંપન્ન અને સમાજમાં પ્રતિષ્ઠિત હતા. તેની સંપત્તિ પણ કુલ બાર કરોડ સુવર્ણ મુદ્રાઓમાં હતી. જે ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી. પશુધન પણ ૪૦ હજારની સંખ્યામાં હતું. તેમની પત્નીનું નામ અશ્વિની હતું. સુખી ગૃહસ્થ જીવન વિતાવતા હતા. શુભ સંયોગથી ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા. શ્રદ્ધાળુ માનવ સમુદાય દર્શન કરવા ઉમટ્યો. નંદિનીપિતા પણ ગયા. ભગવાનની ધર્મદેશના સાંભળી, અંતઃકરણમાં પ્રેરણા જાગી. આનંદ શ્રાવકની જેમ શ્રાવત વ્રત ધારણ ર્યા. નંદિનીપિતા પોતાના ધાર્મિક જીવનને ઉત્તરોત્તર વિકસિત કરતા ગયા. એમ ચૌદ વર્ષ વીતી ગયા. મોટા પુત્રને ઘરનો ભાર સોંપ્યો અને નિવૃત્ત સાધનામાં લાગી ગયા. શ્રાવક પડિમાઓની આરાધના કરી. અંતમાં વીસ વર્ષ શ્રાવક પર્યાય પૂર્ણ કરી એક માસના સંથારાથી પહેલા સ્વર્ગમાં ઉત્પન્ન થયા. ત્યાંથી એક મનુષ્ય ભવ કરીને મહાવિદેહમાંથી મોક્ષમાં જશે. દસમું અધ્યયન – સાલિહીપિતા નગરી, વૈભવ, સંપત્તિ, વ્રતસાધના, નિવૃત્ત સાધના અને સંલેખના સંથારો આદિનું સંપૂર્ણ વર્ણન નવમાં અધ્યયન પ્રમાણે છે. સાલિહીપિતા શ્રમણોપાસકની પત્નીનું નામ ફાલ્ગુની હતું. નંદિનીપિતા અને સાલિહીપિતા બંને શ્રમણોપાસકોને કોઈ પણ ઉપસર્ગ નથી આવ્યા અને સમાધિપૂર્વક પંડિત ભરણ પ્રાપ્ત ર્યું; પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા; ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે. ૧. પુણ્યથી મળેલી ઋદ્ધિમાં ફૂલાવું નહિ. ૨. ૩. ૪. - જીં * ૐ ૨. 9. 34 બાર વ્રત અવશ્ય ધારણ કરવા. મહીનામાં છ પૌષધ કરવા. સંપૂર્ણ ઉપાસકદશા સૂત્રની પ્રેરણા. ૫. ç. પરિસ્થિતિઓમાં અને સંકટમાં ધર્મ ન છોડવો. સંસાર પ્રપંચોથી શીઘ્ર નિવૃત્ત થવું. સભી જીવકી રક્ષા કરના. મુખસે સચ્ચી બાતેં કહના. માગ પૂછ કર વસ્તુ લેના. બ્રહ્મચર્યકા પાલન કરના. ઇચ્છા અપની સદા ઘટાના. ઈધર–ઉધર નહિ આના જાના. ૭. સંલેખના–સંથારો કરવો. જીવનમાં સરલતા, નમ્રતા આદિ ગુણો અંત સુધી રાખવા. નાનો પણ દોષ થઈ જાય તો તેનો સ્વીકાર કરવો અને પ્રાયશ્ચિત લેવું. ગુસ્સો, ઘમંડ આદિ ન કરવા. બાર વ્રત ટૂંકમાં ૭. ૮. ૯. ૧૦. જીવન મેં મર્યાદા લાના. ૧૧. બનતે પૌષધ આદિ કરના. ૧૨. અપને હાથોં સે બહોરાના. ધારણ કર શ્રાવક બન જાના,ધારણ કર શ્રાવિકા બન જાના. સીધા–સાદા જીવન જીના. કોઈ અન અર્થકા કામ ન કરના. નિત ઉઠ કર સામાયિક કરના. અંતગડ દશા પર્યુષણના દિવસોમાં અંતગડ સૂત્રનું વાંચન કરવામાં આવે તે એક સુંદર અને બહુમાનનીય પરંપરા છે. આ સૂત્રમાં ત્યાગ, વૈરાગ્ય, ક્ષમા, શાંતિ, શ્રધ્ધા, સંયમ, તપ વગેરેનું પ્રે૨ણાદાયી વર્ણન છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી છે (૧) શ્રમણધર્મ (૨) શ્રમણોપાસક ધર્મ. અંતગડ સૂત્ર શ્રમણધર્મની પ્રેરણા આપતું સૂત્ર છે. શ્રમણોપાસક ધર્મની પ્રેરણા પણ પર્યુષણ પર્વના દિવસોમાં અત્યંત આવશ્યક છે. અતઃ મધ્યાહનૢ ના સમયે ઉપાસક દશા–સૂત્રનું વાંચન કરવાની પરંપરા ચાલુ રાખવી એકાંત રીતે આવશ્યક અને કલ્યાણકારી છે. એ સૂત્રમાં શ્રાવકની અનેક પ્રકારની ગતિવિધિઓનું વર્ણન છે. કથાઓ પણ રોચક અને વિભિન્ન પ્રેરણાઓથી યુક્ત છે તેથી દરેક વ્યાખ્યાતાઓને આ નિવેદન છે કે પયુર્ષણમાં અંતગડ સૂત્રને વાંચ્યા પછી ઉપાસક દશા સૂત્રનું વાંચન થવું જોઇએ. શ્રાવકોના જીવનને સુંદર અને શ્રેષ્ઠ બનાવવાનો આ એક સરસ અને સફળ પ્રયત્ન બની રહેશે. પરિચય :—આ આઠમું અંગ સૂત્ર છે. જેમાં સંયમ અંગીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરનાર નેવુ (૯૦) આત્માઓનું વર્ણન છે. આ સૂત્રમાં આઠ વર્ગ(વિભાગ) છે. પ્રત્યેક વર્ગમાં અનુક્રમે દશ, આઠ, તેર, દશ, દશ, સોળ, તેર, દશ અધ્યયન છે. કુલ નેવુ અધ્યયન છે. અત્યારે આ સૂત્ર નવસો (૯૦૦) શ્લોક પ્રમાણ ઉપલબ્ધ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ 35 jainology આગમસાર બાવીસમા તીર્થકર અરિષ્ટનેમિ ભગવાનના શાસનના એકાવન જીવોનું વર્ણન ર્યા પછી, ચોવીસમા ભગવાન મહાવીર સ્વામીના શાસનના ઓગણચાલીસ જીવોનું આ સૂત્રમાં વર્ણન છે. રાજા, રાજકુમાર, રાજરાણીઓ, શ્રેષ્ઠી, માળી, બાળ, યુવાન, પ્રૌઢ અને વૃધ્ધ અનેક ઉંમરવાળાઓનાં સંયમ, તપ, શ્રુત-અધ્યયન, ધ્યાન, આત્મદમન, ક્ષમા ભાવ આદિ આદર્શ ગુણો યુક્ત વૈરાગ્ય પૂર્ણ જીવનનાં વૃત્તાંતો આ સૂત્રમાં અંકિત છે. નેવુ મુક્ત આત્માઓ સિવાય સુદર્શન શ્રાવક, શ્રીકૃષ્ણ વાસુદેવ અને દેવકી રાણીની એક ઝલક પણ અંકિત છે. જેમાં ત્રણેય આત્માઓને વીતરાગ વાણી પ્રત્યે દઢ શ્રધ્ધાવાન અને પ્રિયધર્મી, દઢ ધર્મી બતાવવામાં આવ્યા છે. આ સૂત્રના રચયિતા સ્વયં ગણધર ભગવંત છે. ઉપાસક દશાંગ સૂત્રની જેમ આ સૂત્રમાં પણ દશ અધ્યયન હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જે હતાં, એવું ઠાણાંગ, સમવાયાંગ સૂત્ર અને અનેક ગ્રંથોમાં આવતાં વર્ણનો પરથી જણાય છે પરંતુ નંદી સૂત્રની રચના સમયથી આ સૂત્રનું આઠ વર્ગમય નેવુ અધ્યયનાત્મક આ સ્વરૂપ ઉપલબ્ધ છે. કથાઓ અને જીવન ચરિત્રોના માધ્યમથી આ સૂત્રમાં અનેક શિક્ષાપ્રદ, અને જીવન-પ્રેરક તત્વોનું માર્મિક રૂપથી કથન કરવામાં આવ્યું છે. તેથી આ સૂત્ર વાચકો માટે અને વિશેષ રૂપે વ્યાખ્યાતાઓ તથા શ્રોતાઓ માટે પણ રુચિકર આગમ છે. આથી જ સ્થાનકવાસી પરંપરાઓમાં મોટે ભાગે દર વર્ષે પર્યુષણ પર્વના આઠ દિવસોમાં આ સૂત્રનું વ્યાખ્યાન સભામાં વાંચન અને શ્રવણ કરવામાં આવે છે. અંગોમાં આ આઠમું અંગ છે. એના આઠ વર્ગ(વિભાગ) છે. પર્યુષણના દિવસો પણ આઠ છે. અને આઠ કર્મોનો ક્ષય કરવાનો જ સાધકનો મુખ્ય હેતુ છે, લક્ષ્ય છે. આ રીતે સંખ્યાનો મેળાપ કરીને પણ આ સૂત્રનો પર્યુષણમાં વાંચન સાથેનો સંબંધ જોડવામાં આવે પ્રથમ દિનઃ પ્રારંભિક વ્યાખ્યાન ભાગ્યશાળી જીવોને જ શાસ્ત્ર શ્રવણ કરવાની તક મળે છે. ઉત્તરા ૦ અ. -૩ માં ધર્મના ચાર અંગોની દુર્લભતા વર્ણવવામાં આવી છે. જેમાં જિનવાણીનું શ્રવણ પણ જીવને દુર્લભ કહેવામાં આવ્યું છે. ચોથા આરામાં પણ કોઈ વિરલ અને ભાગ્યશાળી લોકો જ તીર્થકર પ્રભુની વાણીનું શ્રવણ કરી શકતા હતા. અન્ય અનેક લોકો તો આળસ પ્રમાદ અને મિથ્યાત્વ ભાવોના કારણે વંચિત્ત જ રહી જતાં હતાં. માટે આ પાંચમા આરામાં મહાન પુણ્યનો ઉદય હોય તેને જ શાસ્ત્ર શ્રવણનો સંયોગ મળે છે. ધર્મ અને મોક્ષની આધાર શિલા પણ ધર્મ શ્રવણ જ છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કેઃ | (સવણે નાણે વિણાણે, પચ્ચકખાણે ય સંજમે – અણહવે તવે ચેવ, વોદાણે અકિરિયા સિદ્ધી) અર્થ :- શાસ્ત્ર શ્રવણથી સામાન્ય જ્ઞાન થાય છે; તેના ચિંતનથી વિશેષ જ્ઞાન અને પછી પ્રત્યાખ્યાન તથા સંયમ ગ્રહણ કરી શકાય છે; જેનાથી આશ્રવ રોકાય છે અને પછી ક્રમશ: તપ અને નિર્જરા દ્વારા અક્રિયા અવસ્થા પ્રાપ્ત થાય છે. અક્રિય બનેલો જીવ સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે મોક્ષ પ્રાપ્તિ, સંયમ સ્વીકાર અને આત્મજ્ઞાન વિજ્ઞાન આ બધું ધર્મ શ્રવણ પછી જ સંભવ અને શક્ય બને છે. તેથી જ ભગવતી સૂત્રની ઉપર્યુક્ત ગાથામાં સર્વ પ્રથમ ધર્મ શ્રવણનો ઉપદેશ છે. ઉપલબ્ધ આગમોમાંથી આઠ દિવસમાં પૂર્ણ થઈ શકે એવો અને રોચક તથા પ્રેરક દષ્ટાંતોથી યુક્ત હોવાને કારણે પૂર્વાચાર્યોએ આ અંતગડ સૂત્રને પર્યુષણ વ્યાખ્યાનમાં વાંચવાનું શરૂ કર્યું છે. આ સૂત્રમાં આવા જ નેવુ (૯૦) ચારિત્રાત્માઓનું વર્ણન છે. જેમણે તે જ ભવના અંતમાં સમસ્ત કર્મોનો અને સંસારનો અંત કરી દીધો. આ કારણથી જ આ સૂત્રનું 'અંતકૃત' એ નામ પણ સાર્થક છે. ધર્મધ્યાનના આઠ દિવસોમાં જીવન સંસ્કારિત બને, ગૃહસ્થ જીવનમાં પણ ત્યાગ–વૈરાગ્યની વૃદ્ધિ થાય, વિવેક વધે, વિચાર અને પ્રવૃતિઓ શુદ્ધ બને તેમજ પ્રબળ પ્રેરણાઓથી સંયમ ધારણ કરવાનો દઢ આત્મ સંકલ્પ બને. એ જ આપણું શાસ્ત્ર વાંચન અને શ્રવણનું લક્ષ્ય હોવું જોઇએ. રૂચિપૂર્વક શાસ્ત્ર શ્રવણ કરવાથી અને યોગ્ય સમયે ઉપસ્થિત રહીને નિરંતર અને પરિપૂર્ણ શાસ્ત્ર શ્રવણ કરવાથી શુદ્ધ અને સાચો આનંદ આવે છે. આથી શ્રોતાજનોએ સમયનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. પ્રથમ વર્ગ: પ્રથમ અધ્યયન: ગૌતમ ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણ વાસુદેવની દ્વારિકા નગરી નામની રાજધાની હતી. જે ૧૨ યોજન (૯૬ માઈલ) લંબાઈમાં અને ૯ યોજના (૭ર માઈલ) પહોળાઈમાં વિસ્તૃત હતી. તે નગરીનું નિર્માણ પ્રથમ દેવલોકના ધનપતિ કુબેર નામના દેવની બુદ્ધિથી થયું હતું. (ધણવઈ મઈ સિમિયાં) તેનો ઘટના ક્રમ આ પ્રમાણે છે – દ્વારિકા નિર્માણનો ઈતિહાસ : કૃષ્ણ કંસનો વધ કર્યો ત્યાર પછી તેની પત્ની જીવયશાએ પોતાના પિતા જરાસંધ પ્રતિ વાસુદેવની. પાસે ફરિયાદ કરી. ક્રોધિત થઈને જરાસંધે સમુદ્રવિજય આદિ યાદવ જનોને આદેશ આપ્યો કે કૃષ્ણકુમારને મને સોંપી ધો અન્યથા હું યાદવોનો નાશ કરી દઈશ. જરાસંધના આતંકથી યાદવોએ ગુપ્ત રીતે સૌર્યપરને છોડી દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. ૨સ્તા વચ્ચે તેમને હેરાન કરવા માટે જરાસંઘના પુત્ર કાલકુમારે સેના લઈને પીછો ક્યો પરંતુ દેવમાયામાં ફસાઈ જતાં તે મૃત્યુ પામ્યો. અને યાદવો સકુશળ સૌરાષ્ટ્ર પહોંચી ગયા. યોગ્ય સ્થાન જાણીને શ્રી કૃષ્ણ અઠ્ઠમ તપ ર્યો અને તેમાં ધનપતિ વૈશ્રમણ દેવની આરાધના અને સ્મરણ કર્યું. દેવ ઉપસ્થિત થયો અને કૃષ્ણની વિનંતી થતાં તેણે પોતાના અનુગામી દેવોને આદેશ–નિર્દેશ આપ્યો અને નગરીનું નિર્માણ કરાવ્યું. તે નગરીમાં અનેક મોટાં-મોટાં દરવાજાઓ બનાવવામાં આવ્યાં હતાં. તેને કારણે તેનું નામ દ્વારવતી રાખવામાં આવ્યું. આગળ જતાં તે દ્વારિકા તરીકે ઓળખાવા લાગી. તે નગરીનો કિલ્લો(કોટ) સુવર્ણમય હતો. તેના બૂરજ ગોખલા આદિ અનેક પ્રકારના મણિઓથી સુશોભિત હતા કૃષ્ણ વાસુદેવની સમૃદ્ધિ : કાળાંતરે કૃષ્ણનું પ્રતિ વાસુદેવની સાથે યુદ્ધ થયું. જરાસંધ યુદ્ધમાં પોતાના ચક્રથી કૃષ્ણના હાથે માર્યો Page #36 -------------------------------------------------------------------------- ________________ 36 આગમચાર-પૂર્વાર્ધ ગયો. તે પછી કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ વાસુદેવ રાજા બન્યા. તેમની રાજ્ય ઋદ્ધિ, ઐશ્વર્ય આ પ્રમાણે હતા સમુદ્રવિજય આદિ મુખ્ય દસ તેમના પૂજનીય રાજાઓ હતા. બળદેવ આદિ પાંચ મહાવીર પદવી ધારીઓ હતા. પ્રદ્યુમ્ન. પ્રમુખ સાડા ત્રણ કરોડ કુમાર પદ પર હતા.સાંબ પ્રમુખ ૬૦ હજાર દુર્દીત પદ ધારી હતા. મહાસેના પ્રમુખ ૬૫ હજાર સેનાપતિ પદવી ધારી હતા. વિરસેન પ્રમુખ ૨૧ હજાર 'વીર' પદ પર પ્રતિષ્ઠિત હતા. ઉગ્રસેન પ્રમુખ ૧૬ હજાર રાજાઓ તેમની આજ્ઞામાં હતો. રુકમણી પ્રમુખ ૧૬ હજાર રાણીઓ તેમના રાજ્યમાં હતી, અન્ય અનેક યુવરાજ, શેઠ, સાર્થવાહ, આદિ પ્રજાગણનું અને ત્રણ ખંડ રૂપ અર્ધ ભરત ક્ષેત્રનું આધિપત્ય-સ્વામિત્વનું પાલન કરતા અને વિપુલ સુખ ભોગવતાં શ્રી કૃષ્ણ દ્વારિકામાં રહેતા હતા. ગૌતમ કુમારનો જન્મ - કૃષ્ણ વાસુદેવની દ્વારિકા નગરીમાં અંધકવૃષ્ણિ રાજા રહેતા હતા. તેમની ધારિણી નામની રાણીએ એકવાર “સિંહ પોતાના મુખમાં પ્રવેશે છે” એવું સ્વપ્ન જોયું. રાજાને નિવેદન ક્યું. સ્વપ્ન પાઠકોએ અત્યંત તેજસ્વી અને યશસ્વી પુત્ર રત્નની ઉત્પત્તિનો શુભ સંદેશ સંભળાવ્યો. નવ માસ વ્યતીત થતાં પુત્રનો જન્મ થયો. તેનું નામ ગૌતમ રાખવામાં આવ્યું. ગૌતમ કુમારનું બાળપણ સુખરૂપ પસાર થયું. કલાચાર્યની પાસે અધ્યયન ક્યું. યૌવન વયમાં આઠ યોગ્ય કન્યાઓની સાથે તેમનું એક જ દિવસે પાણિગ્રહણ થયું. રમ્ય પ્રાસાદમાં(મહેલમાં) તેઓ માનષિક ભોગોનો ઉપભોગ કરતાં રહેવા લાગ્યા. ગૌતમ કુમારની દીક્ષા –એક વાર વિચરણ કરતા અરિહંત અરિષ્ટનેમિ ભગવાન દ્વારિકા નગરીમાં પધાર્યા. ચાર જાતિના દેવો, કૃષ્ણ વાસુદેવ અને નાગરિક ગણ ભગવાનના સમવસરણમાં આવ્યા. સંપૂર્ણ પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદનું વિસર્જન થયું. ગૌતમ કુમારે ભગવાનને વિનંતી કરી કે હું માતા-પિતા પાસેથી અનુમતિ પ્રાપ્ત કરીને આપની પાસે દીક્ષિત થવા ઇચ્છું છું. ભગવાનની સ્વીકૃતિ પ્રાપ્ત કરીને ગૌતમ કુમાર ઘરે પહોંચ્યા. માતા-પિતા સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરી અને અનુમતિ માંગી. દીક્ષાની વાત સાંભળીને માતા-પિતાને મોહ ભાવને કારણે અત્યંત દુ:ખ થયું. તેઓએ પુત્રને અનેક પ્રકારે સમજાવવાનો પ્રયત્ન ક્ય પરંતુ ગૌતમ કુમારની વિચારધારામાં પરિવર્તન થયું નહીં, તેમણે માતા-પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા એક દિવસ માટે રાજ્ય ગ્રહણ ક્યું. પછી સંપૂર્ણ વૈભવ ત્યાગીને ભગવાનની પાસે સંયમ ગ્રહણ કરવા ઉપસ્થિત થઈ ગયા. પરિષદ સમક્ષ ગૌતમ કુમારે ભગવાનને નિવેદન કર્યું કે હે ભગવન! આ સમગ્ર સંસાર જરા અને મરણરૂપ અગ્નિથી બળી રહ્યો છે. તેમાંથી હું મારા આત્માનો નિસ્તાર કરવા ઇચ્છું છું અતઃ આપ મને સંયમ પ્રદાન કરો. ગૌતમ મુનિનો સંયમ, તપ અને અધ્યયન :ભગવાન અરિષ્ટનેમિએ તેમના (ગૌતમના માતા-પિતાની આજ્ઞા મેળવીને, ગૌતમ કુમારના ભાવોને જાણીને તેમને સંપૂર્ણ સાવધયોગના ત્યાગ રૂપ સામાયિક ચારિત્ર પ્રદાન ક્યું. અર્થાત્ વિધિપૂર્વક દીક્ષાનો પાઠ ભણાવ્યો તેમજ યોગ્ય શિક્ષા-દીક્ષા આપીને તેમને અધ્યયન માટે સ્થવિર ભગવંત (ઉપાધ્યાય) પાસે રાખ્યા. ત્યાં તેમણે આવશ્યક સૂત્ર અને અગિયાર અંગ સૂત્રોનું કંઠસ્થ અધ્યયન પૂર્ણ કર્યું. સાથે અનેક પ્રકારના ઉપવાસ આદિ તપ અને મા ખમણ સુધીના તપ દ્વારા આત્માને ભાવિત બનાવ્યો. અગિયાર અંગનું અધ્યયન સમાપ્ત થયા પછી ગૌતમ અણગારે ભગવાન પાસેથી આજ્ઞા લઈને ભિક્ષુની બારે પડિકાઓની આરાધના કરી. ભિક્ષુની પડિકામાં આઠ મહિના સુધી એકાકી વિચરણ કરવામાં આવે છે. એનું વિસ્તૃત વર્ણન દશાશ્રુત સ્કંધમાં છે. થયા પછી ગૌતમ અણગારે ગુણ રત્ન સંવત્સર તપ કરવાની આજ્ઞા લઈને સોળ મહિના સુધી તપની આરાધના કરી. આ તપમાં પ્રથમ માસે નિરંતર ઉપવાસ બીજા મહિનામાં નિરંતર છઠ્ઠ એવી રીતે ક્રમશઃ વધારીને તપસ્યા કરવામાં આવે છે. ગૌતમ મુનિની મુક્તિ :- આ પ્રકારે બાર વર્ષના સંયમ પર્યાય (જીવન) બાદ શત્રુંજય પર્વત ઉપર એક માસના (સંખેલના) સંથારાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને જે પ્રયોજનથી નગ્ન ભાવ, મુંડ ભાવ, કેશલોચ, ખુલ્લા પગે ભ્રમણ, બ્રહ્મચર્ય વ્રત, ભિક્ષાવૃતિ વગેરેને ધારણ કર્યા હતા તથા લાભ–અલાભ, આક્રોશ, વધ આદિ પરિષહ અને ઉપસર્ગ સ્વીકાર્યા હતા અને સ્નાન, દંત–મંજન, પગરખાં, છત્ર આદિનો ત્યાગ કર્યો હતો તે પ્રયોજનને સિદ્ધ કરી મોક્ષગામી બન્યા. ૨ થી ૧૦ સુધીના શેષ નવ અધ્યયન ગૌતમ કુમારની જેમ જ બાકીના નવ (૧) સમુદ્ર (૨) સાગર (૩) ગંભીર (૪) સિમિત (૫) અચલ (૬) કાંડિલ્ય (૭) અક્ષોભ ૮) પ્રસેનજીત અને (૯) વિષ્ણુકુમારનું વર્ણન છે. અર્થાત્ દશેયનું સાંસારિક જીવન પરિચય, સુખ-સમૃદ્ધિ અને સાધના જીવન લગભગ એક સરખા છે. બધાએ બાર વર્ષની દીક્ષા પર્યાયમાં વિવિધ તપ અને અગિયાર અંગોના જ્ઞાનની સાથે ભિક્ષુની બાર પડિમાઓનું આરાધન ક્યું અને ગુણ રત્ન સંવત્સર તપ પણ ક્યું. અંતિમ સમયે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ પહોંચ્યા. બીજો વર્ગ આ વર્ગમાં આઠ અધ્યયન છે જેમાં (૧) અક્ષોભ (૨) સાગર (૩) સમુદ્ર (૪) હિમવંત (૫) અચલ (૬) ધરણ (૭) પૂરણ (૮) અભિચન્દ્ર આ આઠ રાજકુમારોનું વર્ણન છે. જે ગૌતમ કુમારની જેમ જ છે. વિશેષતા માત્ર એટલી છે કે આ આઠેયનો દીક્ષા પર્યાય સોળ વર્ષનો હતો. તેઓ પણ અંતે એક મહિનાના સંથારા વડે શત્રુંજય પર્વત પરથી સિદ્ધ થયા. બંને વર્ગોમાં આવેલા નામોમાં ચાર નામ પરસ્પર સમાન છે. તે સિવાય દશ દસાઈ (સમુદ્રવિજય આદિ)ના નામોમાં વસુદેવજી સિવાયના નવ નામો આ અઢાર અધ્યયનમાં મળે છે. તે કાળમાં સમાન નામો આપવાની પ્રથા હશે. તેથી આવું બનવું સંભવ છે. ટિપ્પણ:- સગાભાઈઓના (એક માતાના પુત્રોના) નામ એક સરખા તો ન જ અપાય માટે બંને વર્ગોમાં સમાન નામ હોવાથી, વર્ણવેલ રાજકુમારો સગા ભાઈઓ નહિ હોય એવું સમજવું યોગ્ય છે. શિક્ષા – પ્રેરણા - બંને વર્ગોમાં કુલ ૧૮ રાજવંશી પુરુષોનું જીવન વર્ણન પૂર્ણ થયું. ભોગમય જીવન પ્રાપ્ત કરીને પુનઃસંયમ જીવનમાં અગ્રેસર થવું આ પ્રકારના સંયોગો પણ ભાગ્યશાળી આત્માઓને જ પ્રાપ્ત થાય છે. આવા પુણ્યવાન ચરિત્ર નાયકોનું આગમિક વર્ણન સાંભળીને પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ પોતાના જીવનમાં પ્રેરણા લેવી જોઇએ અને આળસ પ્રમાદને છોડીને વ્રતો ભિક્ષ પી. Page #37 -------------------------------------------------------------------------- ________________ jainology આગમસાર અથવા મહાવ્રતોમાં આગળ વધવું જોઈએ. પ્રત્યેક મોક્ષાભિલાષી શ્રમણોપાસકની એ મુખ્ય અભિલાષા હોવી જોઇએ કે એક દિવસ હું પણ અણગાર બનું. શ્રાવક જીવન એક અધૂરી ધર્મ-કરણી છે. જીવનમાં પરિવાર–પોષણ જીવન નિર્વાહ, વ્યાપાર-ધંધો, વૈભવ-ઉપયોગ આદિ અનેક પ્રકારના પ્રમાદો જોડાયેલાં છે. મુનિ જીવન માનવ ભવની સર્વોચ્ચ અવસ્થા છે. આત્મધર્મની સર્વોત્કૃષ્ટ સાધના છે. સંયમ ધારણ કરીને તેનું જિન આજ્ઞા અનુસાર પાલન કરવું એ જ મોક્ષ પ્રાપ્તિનો સાચો રાજમાર્ગ છે. ભવ ભ્રમણમાં ધકકા ખાતાં – ખાતાં માનવ સંસારના કિનારે અને મોક્ષની નજીક પહોંચી ગયો છે. યદિ અવસર ચૂકી ગયો તો પુનઃચોરાશીનું ચક્કર તૈયાર છે. માટે "એક ધકકા ઔર દો, સંસાર કો છોડ દો." 'ત્રીજો વર્ગ ૧ થી ૬ અધ્યયન આ વર્ગમાં તેર અધ્યયન છે. જેમાં તેર રાજકુમારોનું વર્ણન છે. અનિકસેન આદિઃ પ્રાચીનકાળમાં ભદ્દિલપુર નામનું નગર હતું. ત્યાં નાગ નામના ગાથાપતિ(શેઠ) રહેતા હતા.તેમને સુલસા નામની ભાર્યા(શેઠાણી) હતી. તેણીએ સુંદર અને ગુણયુક્ત પુત્રને જન્મ આપ્યો. જેનું નામ અનિકસેન રાખવામાં આવ્યું. બાળપણ, શિક્ષા ગ્રહણ, યૌવન વયમાં પ્રવેશ અને પાણિગ્રહણ આદિ યથાસમયે સુખપૂર્વક સંપૂર્ણ થયા. બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓની સાથે તેઓ સાંસારિક સુખ ભોગવતાં રહેવા લાગ્યા. એક વખત અરિહંત અરિષ્ટનેમિનું નગરી બહાર શ્રી–વન ઉદ્યાનમાં આગમન થયું. અનિકસેન રાજકુમાર ભગવાનની સેવામાં ગયા. ઊપદેશ સાંભળ્યો. ઉપદેશની વૈરાગ્ય ધારા તેના હૈયામાં ઉતરી ગઈ. સંયમ સ્વીકારવાનો દઢ સંકલ્પ ર્યો અને પ્રથમ અધ્યયનમાં વર્ણવેલ ગૌતમના વર્ણન સમાન માતા-પિતા પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવાનની પાસે દીક્ષિત થયા. સંયમ જીવનની શિક્ષા ગ્રહણ કરીને સંયમ તપથી પોતાના આત્માને ભાવિત કરતાં બાર અંગોનું કંઠસ્થ અધ્યયન ક્યું. ૧૪ પૂર્વધારી બન્યા. ગૌતમ અણગારની જેમ જ ભિક્ષુ પડિમા અને ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. વીસ વર્ષની દીક્ષા પર્યાયના અંતે એક મહિનાના સંથારાથી સંપૂર્ણ કર્મોનો ક્ષય ર્યો. એવી જ રીતે અનંતસેન કુમાર, અજિતસેન કુમાર, અનિહતરિપુ કુમાર, દેવસેન કુમાર, અને શત્રુસેન કુમાર આદિ પાંચેય શ્રેષ્ઠી કુમાર નાગ ગાથાપતિના પુત્ર સુલતાના અંગજાત સગા ભાઈઓનું વર્ણન છે. બધાએ ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈને ૨૦ વર્ષ સુધી સંયમ પાલન કર્યું અને અંતે સર્વ કર્મોનો ક્ષય કરીને શત્રુંજય પર્વત પરથી સિદ્ધ થયા. આ રીતે છ અધ્યયન પૂર્ણ થયા. સાતમું અધ્યયન-સારણકુમાર દ્વારિકા નગરીમાં વસુદેવ રાજા(શ્રી કૃષ્ણજીના પિતા) રહેતા હતા. તેમને સારણકુમાર નામનો પુત્ર હતો. યુવાવસ્થા દરમિયાન તેના પચ્ચાસ કન્યાઓની સાથે લગ્ન થયાં. તેણે પણ સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરીને અરિહંત અરિષ્ટનેમિની પાસે સંયમ અંગીકાર ક્યો. ચૌદ પૂર્વનો અભ્યાસ ક્ય. બાકીનું વર્ણન ગૌતમ કુમાર જેવું જ છે. વીસ વર્ષનો દીક્ષા પર્યાય પાળી અને અંતે મા ખમણના સંથારા વડે મુક્તિ પ્રાપ્ત કરી. આ રીતે બે વર્ગોમાં ૧૮ અને ત્રીજા વર્ગમાં સાત જીવોનું તેમ કુલ ૨૫ જીવોનું સુખ રૂપ મુક્તિ ગમન થયું. હવે ત્રીજા વર્ગના ઉપસર્ગ યુક્ત વર્ણનવાળા આઠમા અધ્યયનો પ્રારંભ થાય છે. આઠમું અધ્યયન - ગજસુકુમાર છ ભાઈ મુનિઓના પારણા – અરિહંત અરિષ્ટનેમિનું વિચરણ કરતાં-કરતાં દ્વારિકા નગરીમાં પદાપર્ણ થયું. ભગવાનની આજ્ઞા લઈને પૂર્વે વર્ણવેલ અનિકસેન આદિ છ ભાઈઓ પોતાના છઠ્ઠના પારણા માટે દ્વારિકા નગરીમાં ગયા. છ મુનિઓએ બે-બેના વિભાગ બનાવ્યા. તેમાંથી એક વિભાગના બે મુનિઓ ગવેષણા કરતાં દેવકી રાણીના આવાસે પહોંચ્યા. વચ્ચેના તીર્થકરોના(૧ અને ૨૪ સિવાયના) સાધુ-સાધ્વીઓ રાજકુળમાં ગોચરી જઈ શકે છે. તેથી દેવકીના ઘેર આવવું તેમના માટે કલ્પનીય હતું. દેવકી રાણી. આદર-સત્કાર વિનય ભક્તિ અને પ્રસન્નતા પૂર્વક બંને મુનિઓને રસોઈ ઘરમાં લઈ આવી અને સિંહ કેશરી નામના મોદક થાળમાં ભરી ઇચ્છાનુસાર વહોરાવ્યા. ત્યાર પછી પુનઃવિનય વ્યવહારપૂર્વક તેમને વિદાય ક્ય. થોડી જ વારમાં ગવેષણા કરતો-કરતો એ ભાઈઓનો બીજો સંઘાડો પણ સંયોગ વશ દેવકી રાણીને ત્યાં પહોંચ્યો. રાણીએ તેમને પણ ભાવપૂર્વક થાળમાં મોદક ભરી ઇચ્છાનુસાર વહોરાવ્યા. અને વિનય વ્યવહારપૂર્વક તેમને પણ વિદાય ક્ય. ત્રીજો સંઘાડો પણ દેવકીના ઘર તરફ - સંયોગવશ ત્રીજો સંઘાડો પણ ત્યાં પહોંચ્યો. દેવકી રાણીએ પોતાનું અહોભાગ્ય સમજીને ભક્તિપૂર્વક રસોઈ ઘરમાં જઈને તે જ પ્રમાણે થાળ ભરીને મોદક વહોરાવ્યા, પછી દેવકી રાણીને એ આભાસ થયો કે આ જ બે મુનિઓ વારંવાર ભિક્ષા લેવા માટે આવી રહયા છે. આ આશંકાનું કારણ એ હતું કે તે છએ ભાઈઓ દેખાવમાં લગભગ સરખા હતાં. જેને કારણે અપરિચિત્ત વ્યક્તિ માટે શ્રમ થવો સહજ હતો. શંકા અને સમાધાનઃ દેવકી રાણીએ ત્રીજા સંઘાડાને વિદાય દેતાં વિનમ્રતા પૂર્વક નિવેદન ' હે દેવાનુપ્રિય! શું શ્રી કૃષ્ણ વાસુદેવની રાજધાનીમાં(નગરીમાં) શ્રમણ નિગ્રંથોને બરાબર ભિક્ષા નથી મળતી? કે એક જ ઘરે ફરી – ફરીને વારંવાર આવવું પડે છે. દેવકીના શંકાયુક્ત વાક્યોના ઉચ્ચારણથી મુનિ તેના આશયને સમજી ગયા કે બબ્બેના સંઘાડારૂપે ત્રણવારમાં અમે છએ ભાઈઓ દેવકીના ઘેર આવી ગયા છીએ. સરખા વર્ણ, રૂપ આદિને કારણે દેવકી રાણીને એ ભ્રમ થઈ રહયો છે કે આ જ બંને મુનિઓ મોદક માટે ફરી-ફરીને પાછા આવે છે, તો આ મુનિઓને આવું કરવાની શી આવશ્યકતા પડી? દ્વારિકા નગરીમાં ઘણા ઘર છે અને ભિક્ષા મળી શકે છે. મુનિએ સમાધાન કરતાં સ્પષ્ટીકરણ કે અમે છ ભાઈઓ ભધિલપુર નગરના શ્રેષ્ઠી પુત્રો હતા. છએ નું રૂપ, લાવણ્ય, Page #38 -------------------------------------------------------------------------- ________________ 38 આગમસાર–પૂર્વાર્ધ વય વગેરે સરખાં છે. અમે સુખ વૈભવનો ત્યાગ કરી અરિહંત અરિષ્ટનેમિની પાસે દીક્ષિત થયા છીએ.દીક્ષા દિનથી જ આજીવન છઠના પારણે છઠનું તપ કરીએ છીએ. સાથો-સાથ અનેક પ્રકારના તપથી સંયમની આરાધના કરી રહ્યા છીએ. આજ અમારે છએ ભાઈઓનું એક સાથે છઠનું પારણું આવ્યું. ભગવાનની આજ્ઞા લઈને બબ્બેના સંઘાડામાં નીકળ્યા છીએ. સહજ સ્વાભાવિક તમારા ઘેર ત્રણેય સંઘાડાનું આવવાનું થઈ ગયું છે. એટલા માટે હે દેવકી રાણી! પહેલાં આવેલા મુનિઓ અન્ય હતા અને અમે પણ અન્ય મુનિઓ છીએ. દ્વારિકામાં ભિક્ષા નથી મળતી એવી વાત નથી અને અમે પુનઃપુનઃ આવ્યા એવું પણ નથી. એક સરખા, સગા. ભાઈઓ હોવાને કારણે તમને એવો આભાસ થયો છે. આવી રીતે સમાધાન કરીને મુનિ ચાલ્યા ગયા. આ વાર્તાલાપ વચ્ચે જે સમય પસાર થયો તેમાં દેવકીએ મુનિઓના અલૌકિક રૂપ લાવણ્યને જોયું. તેના ચિંતનથી તેને(દેવકીને) પૂર્વેની ઘટના યાદ આવી ગઈ. જે આ પ્રમાણે છે દેવકીની બીજી શંકા અને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા સમાધાન - એક વાર મને અતિમુક્ત મુનિએ જણાવ્યું હતું કે "તું આઠ અલૌકિક નલ કુબેર સમાન પુત્રોને જન્મ આપીશ. એવા પુત્રોને સમગ્ર ભારતમાં જન્મ આપનારી બીજી કોઈ પણ સ્ત્રી નહિ હોય. ' પરંતુ મને તો એ સાક્ષાત્ દેખાઈ રહ્યું છે કે મેં તો એવા આઠ પુત્રોને જન્મ આપ્યો જ નથી અને બીજી કોઈ સ્ત્રીએ જ આવા જ અલૌકિક પુત્રોને જન્મ આપ્યો છે. આથી શું મુનિની વાણી મિથ્યા સાબિત થઈ? આ પ્રકારની આશંકા તેના મનમાં ઘૂમવા લાગી. સમાધાન માટે તે ભગવાન અરિષ્ટનેમિની પાસે પહોંચી અને વંદન નમસ્કાર ક્ય. ભગવાન અરિષ્ટનેમિએ સ્વતઃ દેવકીના મનની શંકા પ્રગટ કરતાં કહ્યું કે – હે દેવકી! તમને આવા પ્રકારની શંકા થઈ છે? દેવકીએ પ્રસન્નતા પૂર્વક એનો સ્વીકાર ર્યો. ભગવાને તેનું સમાધાન કરતાં જણાવ્યું – ભદ્દિલપુર નગરીમાં નાગ ગાથાપતિની સુલસા નામની પત્ની છે. તેને બાળપણમાં જ કોઈ નિમિતકે (લક્ષણથી જોનારે) કહ્યું હતું કે તને મરેલા પુત્ર થશે આ કારણે બાળપણથી જ તે હરિણગમેષી દેવની પૂજા કરતી હતી. દેવ તેના પર પ્રસન્ન થયા. દેવે તેના હિત માટે પોતાના અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકીને તમને (દેવકીને) જોયાં અને જોયા પછી એવો ઉપાય ક્યું કે તમારો (દેવકીનો) અને સુલસાનો પ્રસૂતિનો સમય એક સમાન થઈ જાય. તમે જન્મ આપેલા પુત્રોને દેવ પોતાની શક્તિથી ક્ષણભરમાં સુલસા પાસે પહોંચાડી દેતો અને તેના મૃત પુત્રોને તમારી પાસે મૂકી દેતો. દૈવિક પ્રક્રિયાને કારણે તમને એની ખબર પડતી નહિ. આ કારણે હે દેવકી! આ છએ અણગાર વાસ્તવમાં સુલતાના પુત્ર નથી પરંતુ તમારા જ પુત્રો છે. અતઃમુનિની વાણી અસત્ય નથી થઈ. દેવકીનો પુત્ર પ્રેમ:- ભગવાનના શ્રી મુખેથી સમાધાન મેળવીને દેવકી ખૂબ જ ખુશ થઈ. છ અણગારોની પાસે આવીને તેમને વંદન નમસ્કાર કર્યા. મુનિ દર્શનમાં તેનો અત્યંત મોહ ભાવ અને વાત્સલ્ય ભાવ હતો. તે અનિમેષ નયને મુનિઓને નીરખવા લાગી અને પોતાના જ પુત્રો છે એવો અનુભવ કરવા લાગી. ઘણીવાર સુધી આ જ પ્રકારે તેમને નિરખતી ઉભી રહી. પછી વંદન નમસ્કાર કરી પોતાના ભવનમાં આવી ગઈ. શય્યા પર આરામ કરતાં-કરતાં તેને આ પ્રકારનો વિચાર આવ્યો. મોહભાવનો અતિરેક અને આર્તધ્યાન:- મેં છ પુત્રોને જન્મ આપ્યો પરંતુ નાનપણમાં એમનું મોટું પણ નથી જોયું. સાતમો પુત્ર કૃષ્ણ થયો તો તેનું બાલ્યકાળ પણ મેં નથી જોયું. તેનું લાલન-પાલન નથી ક્યું. જગતની તે માતાઓને ધન્ય છે કે જેમણે પોતાના પુત્રની બાલ્યાવસ્થાના અનેક પ્રકારના બાલ્ય-ભાવ સુખોનો અનુભવ ક્યો છે. તેમને લાડ લડાવ્યાં હશે. પ્રેમ કર્યો હશે. ખવડાવ્યું હશે. પીવડાવ્યું હશે. પોતાની ગોદમાં રાખ્યાં હશે. મેં આવું કંઈ પણ સુખ નથી જોયું. મારું તો આવા અલૌકિક પુત્રોને જન્મ આપવાનું પણ નિરર્થક થયું છે. અને આ કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડનો સ્વામી છે. તે પણ છ માસે આવે છે. અર્થાત્ તેને મારી પાસે આવવાની અને બેસવાની ફુરસદ જ ક્યાં છે. આ પ્રકારે મોહ ભાવોથી પ્રેરાઈને દેવકી રાણી સંકલ્પ-વિકલ્પ કરતી આર્તધ્યાનમાં મગ્ન બની ગઈ અને પોતાની ઇચ્છા અને પુત્ર મોહમાં ડૂબીને, રાજસી વૈભવને ભૂલી જઈને સંતાન દુ:ખનો અનુભવ કરવા લાગી. કૃષ્ણ વાસુદેવ માતાની પાસે :- કૃષ્ણ વાસુદેવ સવારે માતાને પ્રણામ કરવા તેમના મહેલમાં ગયા. માતાને આ પ્રકારે આ કરતાં જોયાં. તેમણે માતાને પ્રણામ ક્યું પરંતુ દેવકી રાણી દુઃખમાં ડૂબેલી હતી. તેમણે કૃષ્ણની સામે પણ ન જોયું કે તેમને ન આશીર્વચન કહયા અને તેમના આગમન પર પ્રસન્નતા પણ વ્યક્ત ન કરી. તે પોતાના વિચારોની વણજારમાં ખોવાયેલી હતી. શ્રી કૃષ્ણ આગ્રહ પૂર્વક માતાને દુઃખનું કારણ પૂછ્યું દેવકીએ આખાયે ઘટના ચક્ર અને મનોગત સંકલ્પનું સ્પષ્ટીકરણ શ્રી કૃષ્ણ પાસે ક્યું. મુનિઓની ગોચરી પધાર્યાની વાતથી માંડીને આર્તધ્યાનની બધી જ હકીકત સાંભળીને શ્રી કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે આઠ પુત્રની વાત તો સાચી જ હશે. માટે હજી મારો એક ભાઈ અવશ્ય થશે. કૃષ્ણ વાસુદેવે દઢ નિશ્ચય પૂર્વક માતાને આશ્વાસન આપ્યું કે હું એવો પ્રયત્ન કરીશ કે મારો આઠમો નાનો ભાઈ થશે અને તે તેની બાલ્યાવસ્થાનો અને બાલ્યક્રીડાનો અનુભવ કરીશ. માતાને પૂર્ણ આશ્વાસન આપીને કૃષ્ણ વાસુદેવ પૌષધશાળામાં ગયા. વિધિ પૂર્વક અઠમ પૌષધ ગ્રહણ ક્ય. અને હરિણગમૈષી દેવની મનમાં આરાધના કરવા લાગ્યાં. દેવદર્શન અને દેવકીનું પ્રસન્ન ચિત્ત - સમયની અવધિ પૂર્ણ થતાં દેવ પ્રસન્ન થઈ પ્રગટ થયો અને શ્રી કૃષ્ણને યાદ કરવાનું કારણ પૂછયું. કૃષ્ણ વાસુદેવે પોતાનો આશય સ્પષ્ટ કરતાં કહ્યું કે મને સહોદર નાનો ભાઈ આપો. દેવે શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું હે દેવાનુપ્રિય ! તમને નાનો ભાઈ થશે. જે દેવલોકમાંથી ચ્યવન કરીને આવશે અને યુવાનીમાં પ્રવેશ કરતાં જ સંયમ લઈને આત્મકલ્યાણ કરશે. કૃષ્ણ વાસુદેવ હરિણગમૈષી દેવને મળીને માતાની પાસે આવ્યા. અને પ્રણામ કરીને માતાને કહ્યું કે નકકી મારો નાનો ભાઈ થશે અને તમે તેની બાલ્યઅવસ્થાનો અનુભવ કરશો. આ પ્રમાણે ઈષ્ટ અને કર્ણપ્રિય, મનોજ્ઞ વાક્યોથી માતાને સંતુષ્ટ કરીને શ્રી, કૃષ્ણ વાસુદેવ પોતાની રાજય સભામાં ચાલ્યા ગયાં. દેવકી દેવીનું આર્તધ્યાન સમાપ્ત થયું. તે પ્રસન્ન થઈને સુખ પૂર્વક સમય પસાર કરવા લાગી. શિક્ષા – પ્રેરણા : Page #39 -------------------------------------------------------------------------- ________________ jainology આગમસાર (૧) સુખ અને દુઃખનો આધાર પોતાના જ સંકલ્પ અને વિકલ્પો બને છે. (૨) મોહ પણ વધારવાથી વધે છે અને ઘટાડવાથી ઘટે છે તેનો મુખ્ય આધાર પણ સ્વંયના જ્ઞાન–અજ્ઞાન, વિવેક–અવિવેક, વૈરાગ્ય અને આસક્તિ પર નિર્ભર છે. (૩) માતા અને પુત્રનો સંબંધ બંનેનો છે તેમ છતાં, છ એ ભાઈઓ વિરક્ત રહ્યાં અને દેવકીએ મોહ ભાવોની વૃદ્ધિ કરી. (૪) દેવકીની ઉમર ઓછી ન હતી. એક હજાર વર્ષની આસપાસની વયમાં પણ તેણે પુત્રની પ્રાપ્તિ કરી અને તેના બાળપણની તીવ્ર અભિલાષા પૂર્ણ કરી તે તેના મોહભાવનો અતિરેક હતો. (૫) પુત્રની માતૃભક્તિ હોય તો એક પુત્ર સમય આવ્યે વિપત્તિ અને મનોવેદના દૂર કરી શકે છે. શ્રી કૃષ્ણ પોતાના બધાં જ રાજકીય કાર્યો અને સુખ વૈભવને ગૌણ કરી. માતાની સંવેદનાને દૂર કરવાના હેતુથી તે જ ક્ષણે ત્રણ દિવસની નિરાહાર પૌષધ સાધના પ્રારંભ કરી અને માતાની ચિંતાને સંપૂર્ણ પણે દૂર કરીને પછી પોતાના કાર્યની શરૂઆત કરી. (૬) મુનિઓનું સ્વતંત્ર પણે ગોચરી માટે અલગ-અલગ સંઘાડામાં જવું, એક જ વિશિષ્ટ પ્રખ્યાત ઘરમાં અજ્ઞાતવશ(અજાણતાં) ત્રણેય સંઘાડાઓનું પહોંચવું, ઇત્યાદિ વર્ણન વિશેષ મનનીય છે. આ વર્ણનથી તે સમયના મુનિઓનું અને તેમની વિશિષ્ટ ભિક્ષાચારીનું અનુમાન કરી શકાય છે. દેવકી રાણીનું સ્વયં પોતાના હાથે ભક્તિ પૂર્વક કોઈ પણ તર્ક-વિતર્ક વિના અને આદેશ–પ્રત્યાદેશ વિના ત્રણે સંઘાડાઓને વહોરવાનું કાર્ય, તેની વિશિષ્ટ ધાર્મિકતાને પ્રગટ કરે છે. આવી ધર્મ પરાયણતાને કારણે તેણે ત્રણેય સંઘાડાઓને પ્રતિલાભિત ક્ય. એનાથી એ સ્પષ્ટ થાય છે કે બીજા–બીજા મુનિઓનું બીજી વખત કે ત્રીજી વખત આવવું દોષપ્રદ ન હતું. અને અકલ્પનીય પણ ન હતું. કારણ કે એવું હોય તો તે (દેવકી) બીજા સંઘાડાને ગોચરી વહોરાવતાં પહેલાં જ જણાવી દેત (કે પહેલાં મુનિઓ પધારી ગયાં છે) પરંતુ તેણે ત્રણેય સંઘાડાઓને હર્ષભાવથી દાન આપ્યું અને પછી જ પ્રશ્ન ક્યો. તેથી એ સ્પષ્ટ થાય છે કે મુનિ પર તેને આસક્તિની શંકા થઈ એથી જ તેણે પ્રશ્ન રૂપે નિવેદન કર્યું અને ચૌદપૂર્વધારી મુનિએ પણ પોતાની અનાસક્તિ અને ઉત્કૃષ્ટ વૈરાગ્યનો બોધ કરાવે એવો જ જવાબ આપ્યો. (૮) દેવ કોઈને પુત્રો આપતાં નથી પરંતુ ભવિતવ્યતા હોય તો સંયોગો મેળવી શકે છે અથવા જાણકારી આપી શકે છે કે પુત્ર થશે. ગજસુકુમારનો જન્મ – સુખ પૂર્વક સમય પસાર કરતાં એકવાર દેવકી રાણીએ પોતાના મુખમાં સિંહ પ્રવેશ્યો એવું સ્વપ્ન જોયું. સ્વપ્ન પાઠકોએ તેનું ફળ એ બતાવ્યું કે દેવલોકમાંથી ચ્યવને એક ભાગ્યશાળી જીવ ગર્ભમાં આવ્યો છે. દેવકીએ યોગ્ય વ્યવહાર વિધિથી ગર્ભકાળ પૂર્ણ કર્યો. નવ માસ પછી પુત્રનો જન્મ થયો. ખુશી અને આનંદ મહોત્સવ મનાવવામાં આવ્યો. કેદીઓને મુક્તા કરવામાં આવ્યા, અપરાધીઓને પણ માફ કરવામાં આવ્યાં. દસ દિવસના મહોત્સવની ઘોષણા કરવામાં આવી. જેમાં ઋણ અને કર વગેરે માફ કરવામાં આવ્યા. બારમા દિવસે જન્મ મહોત્સવ કરીને નામ કરણ કરવામાં આવ્યું. ગજના તાળવા સમાન સુકોમળ અને લાલ રંગ હોવાથી તેનું નામ ગજસુકુમાર રાખવામાં આવ્યું. દેવકીએ પોતાની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી, ગજસુકુમારનો બાલ્ય કાળ પસાર થયો. શિક્ષણકાળ દરમ્યાન તેણે વિદ્યાભ્યાસ ર્યો અને ક્રમશ: તરણ અવસ્થામાં પ્રવેશ કર્યો. ગજસુકુમારની સગાઈ - વિચરણ કરતાં-કરતાં અરિહંત અરિષ્ટનેમિનું દ્વારિકામાં પદાર્પણ થયું. શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાના નાના ભાઈ ગજસુકુમારને સાથે લઈને ભગવાનની પાસે જવા માટે રસાલા સાથે નીકળ્યા. જતી વખતે શ્રી કૃષ્ણ રાજમાર્ગ પર સહેલીઓની સાથે સોનાના દડાથી રમતી સોમા કુમારીને જોઈ. તેના રૂપ, લાવણ્ય, યૌવનને જોઈ શ્રી કૃષ્ણ ખૂબ જ પ્રભાવિત થયા. પોતાના સેવકો દ્વારા તેનો પરિચય મેળવ્યો અને તેના પિતા સોમિલ બ્રાહ્મણને ગજસુકુમાર માટે સોમાની માંગણી કરી. સોમિલે આ માંગણી સ્વીકારી ગજસુકુમારનો વૈરાગ્ય :- શ્રી કૃષ્ણ વાસુદેવ ભગવાન અરિષ્ટનેમિના સમવસરણમાં પહોંચ્યા. અરિહંત અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ અને ગજસુકુમાર સહિત સંપૂર્ણ પરિષદને ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને કૃષ્ણ સહિત બધીજ પરિષદ પાછી વળી. ગજસુકુમારને ભગવાનનો ઉપદેશ અત્યંત રુચિકર લાગ્યો; વૈરાગ્ય ભાવ જાગૃત થયો. તેણે ભગવાનને વંદન નમસ્કાર કરી, પોતાની ભાવના વ્યક્ત કરી. ત્યારે ભગવાને કહ્યું 'અહા સુઈ દેવાણુપિયા' આ શબ્દોથી દીક્ષા લેવા માટેની અનુમતિ પ્રાપ્ત કરી. ગજસુકુમાર ઘેર આવીને માતા-પિતાને વિનંતિ કરતાં કહ્યું કે મેં ભગવાનની વાણી સાંભળી જે મને અત્યંત રુચિકર લાગી અતઃ તમારી આજ્ઞા મેળવીને હું ભગવાન પાસે દીક્ષા લેવા ઇચ્છું છું. દેવકી રાણીને પુત્રના દીક્ષા લેવા સંબંધિત વચનો અત્યંત અપ્રિય લાગ્યા અને સાંભળતાં જ પુત્ર વિરહના દુઃખથી ખૂબ જ દુઃખાભિભૂત થઈ. અંતઃપુરમાં રહેલાં પરિવારિક જનોએ તેની સાર સંભાળ કરી, પાણી અને હવાના ઉપચારથી એને સ્વસ્થ કરવામાં આવી. થોડી સ્વસ્થ થયેલી દેવકી રાણી ઉઠી અને રડતાં, આજંદ કરતાં પોતાના પુત્રને આ પ્રમાણે કહેવા લાગી. માતા-પિતા અને ગજસુકુમારનો સંવાદ – હે પુત્ર! તું અમારો ખૂબ જ લાડકવાયો પુત્ર છે. ક્ષણ માત્ર પણ અમે તારો વિયોગ સહન નહિ કરી શકીએ. તેથી જયાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તું સંસારમાં રહે અને વિપુલ સુખ વૈભવનો ઉપભોગ કર, તેના પછી, તું અરિહંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા લેજે. પ્રત્યુત્તરમાં ગજસુકુમારે વૈભવ-વિલાસ અને ભોગ સુખોની અસારતા અને મનુષ્ય આયુની ક્ષણભંગુરતાનું વર્ણન કરતાં કહ્યું કે હે માતા-પિતા! એ કોને ખબર છે કોણ પહેલા જશે? અને કોણ પાછળ રહેશે. માટે હે માતા-પિતા! હું તો હમણાં જ તમારી આજ્ઞા પ્રાપ્ત કરીને દીક્ષિત થવા ઇચ્છું છું. માતાની મોહ દશાના અતિરેક યુક્ત વાતાવરણની વૈરાગી ગજસુકુમાર પર કોઈ અસર ન પડી. માતા-પિતાએ ઋદ્ધિ અને વૈભવથી તેને આકર્ષિત કરવાનો પ્રયાસ ક્યો અને તેની અસર ન પડી. ત્યારે તેમણે સંયમજીવનની કઠણાઈઓ અને પરિષહોનું વર્ણન કરતાં કહ્યું કે હે પુત્ર! તું અત્યંત સુકોમળ છે. સંયમ પાલનકરવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે, સમુદ્રને બાહુબળથી(ભુજાઓથી) તરવા સમાન છે; તલવારની ધાર પર ચાલવા બરાબર છે; રેતીના કવલ સમાન અરસ–નિરસ છે અર્થાત્ ઈન્દ્રિયજન્ય કોઈપણ સુખ અનુભવ ત્યાં છે જ નહિ. તેમજ ત્યાં આધાકર્મી આદિ દોષોથી રહિત ભિક્ષા દ્વારા આહાર Page #40 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ પ્રાપ્ત કરવો, ઘર-ઘર ફરવું અને બ્રહ્મચર્યનું આજીવન પાલન કરવું, હે પુત્ર! ખૂબ જ દુષ્કર છે. તે જ રીતે હે પુત્ર! ગ્રામાનુગ્રામ પગપાળા ચાલવું, લોચ કરવો, ઠંડી-ગરમી, ભૂખ-તરસ આદિ બાવીસ પરીષહ સહન કરવા અતિ મુશ્કેલ છે. તેથી હે પુત્ર! તું હમણાં દીક્ષા ન લે. તારું આ શરીર (સુકુમાર હોવાને કારણે) સંયમને યોગ્ય નથી. તું ખૂબ જ સુકોમળ છે. જો તારે દીક્ષા લેવી હોય તો યુવાન વય પસાર થઈ જાય પછી દીક્ષા લેજે. સંયમી જીવનમાં સંકટોની વાત સાંભળીને પણ ગજસુકમારનો વૈરાગ્ય પૂર્વવત્ રહ્યો. તેણે ઉત્તરમાં કહ્યું કે – હે માતા–પિતા! લૌકિક પિપાસામાં પડેલા જે સામાન્ય જીવો છે તેમને માટે આ નિગ્રંથ પ્રવજયા ભલે કષ્ટદાયક હોય પરંતુ જેમને લૌકિક કે પૌદ્ગલિક સુખની જરા પણ આશા, લાલસા કે અભિલાષા નથી તેમના માટે સંયમ જીવનનું આચરણ અને પરીષહ, ઉપસર્ગ કંઈ પણ કષ્ટદાયક કે દુષ્કર નથી. તેથી હે માતા-પિતા! તમારી આજ્ઞા હોય તો હું દીક્ષા લેવા ઇચ્છું છું. શ્રી કૃષ્ણ ની સમજાવટ અને રાજયાભિષેક - જ્યારે માતા-પિતા કોઈપણ પ્રકારે તેમના વિચારોને પરિવર્તિત ન કરી શક્યા, ત્યારે કૃષ્ણ વાસુદેવ ત્યાં આવ્યા અને ગજસુકુમારને ભેટયા. તેને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડ્યા અને કહ્યું કે, તું મારો સગો નાનો ભાઈ છે, તું હમણાં ભગવાનની પાસે દીક્ષા ન લે, હું તને ભવ્ય રાજયભિષેક કરીને દ્વારિકાનો રાજા બનાવીશ. કુમારે મૌન રહીને શ્રી કૃષ્ણના વચનોનો અસ્વીકાર ક્યો અને પુનઃપોતાનું નિવેદન પ્રગટ ક્યું. માતા-પિતા અને કૃષ્ણ વાસુદેવ ગજસુકુમારના વિચારોને અંશમાત્ર પણ બદલી ન શક્યા ત્યારે તેમને એક દિવસ માટે રાજ્ય લેવા અને રાજા બનવાનો આગ્રહ કર્યો. ઉચિત્ત અવસર જોઈને કુમારે મૌન પૂર્વક તેનો સ્વીકાર ક્ય. રાજ્યાભિષેકની તૈયારી કરવામાં આવી. મહોત્સવ પૂર્વક રાજયાભિષેક કરીને માતા-પિતા અને કૃષ્ણ વાસુદેવે પોતાની અભિલાષા પૂર્ણ કરી. ગજસુકુમારની દીક્ષા :-ત્યાર પછી શ્રી કૃષ્ણ આદિએ નવા રાજા ગજસુકુમાર પાસેથી આદેશ માંગ્યો – હે રાજન્ ! ફરમાવો શું આદેશ છે? ગજસુકુમારે દીક્ષાની તૈયારીનો આદેશ આપ્યો. આદેશ અનુસાર દીક્ષાની તૈયારી થઈ. ઉત્સવ પૂર્વક ગજસુકુમારને ભગવાનના સમવસરણમાં શિબિકા દ્વારા લાવવામાં આવ્યા. માતા-પિતાએ ગજસુકુમારને આગળ કરીને ભગવાનને કહ્યું કે – અમે આ શિષ્ય-ભિક્ષા આપને આપી રહ્યા છીએ, આપ એનો સ્વીકાર કરશે. ભગવાનની સ્વીકૃતિ પર ગજસુકુમાર ભગવાનને વંદન નમસ્કાર કરીને ઈશાન ખૂણામાં ગયા. આભૂષણ, અલંકાર, વસ્ત્ર આદિ ગૃહસ્થ વેષનો ત્યાગ કર્યો અને સંયમ વેશ ધારણ કર્યું. પછી ભગવાન પાસે ઉપસ્થિત થઈને પ્રવર્જિત કરવા માટે દીક્ષા આપવા માટે નિવેદન ક્યું. પ્રભુએ ગજસુકુમારને દીક્ષાનો પાઠ ભણાવ્યો અને તેને સંયમ અને આવશ્યક ક્રિયાઓ કરવાની વિધિ બતાવી. આમ, આ રીતે ગજસુકુમાર હવે સમિતિ ગુપ્તિવંત અને મહાવ્રતધારી અણગાર બની ગયા. ભિક્ષુ પડિમાની આજ્ઞા – દીક્ષા દિવસના પાછલા ભાગમાં ગજસુકુમાર મુનિ ભગવાનની પાસે આવ્યા. વંદન નમસ્કાર કરીને ભગવાનને વિનંતિ કરી કે મને જલદી થી જલદી મોક્ષ જવાનો ઉપાય બતાવો અને મહા કર્મ નિર્જરાને માટે આપની આજ્ઞા હોય તો હું મહાકાળ સ્મશાનમાં એક રાત્રિની ભિક્ષુની બારમી પડિમા ઘારણ કરવા ઇચ્છું છું. ત્રિકાળદર્શી પ્રભુએ તેમને સહજ આજ્ઞા આપી દીધી. નવદીક્ષિત મુનિ સ્મશાનમાં - નવદીક્ષિત મુનિ એકલા જ સ્મશાનમાં પહોંચી ગયા. કાયોત્સર્ગ કરવા માટે સ્થાનની પ્રતિલેખના કરી અને આજ્ઞા ગ્રહણ કરી. પછી સ્થડિલ ભૂમિની પ્રતિલેખના કરીને નિશ્ચિત સ્થાને આવીને કાયોત્સર્ગ મુદ્રામાં ઊભા રહ્યા અને એક રાત્રિની મહાપ્રતિમા અંગીકાર કરીને અધ્યાત્મ ભાવમાં લીન બની ગયા. મારણાંતિક ઉપસર્ગ -સોમિલ બ્રાહ્મણ યજ્ઞની સામગ્રી લેવા માટે જંગલમાં ગયો હતો. પાછા ફરતી વખતે તે સ્મશાનની નજીકથી નિકળ્યો. સંધ્યાનો સમય હતો. લોકોનું આવાગમન ઓછું થઈ ગયું હતું. સ્મશાન તરફ દષ્ટિ પડતાં જ ધ્યાનસ્થ મુનિને જોયા. તેમને જોઈને સોમિલે ઓળખી લીધા કે આ એ જ ગજસુકુમાર છે જેના માટે મારી પુત્રીની શ્રી કૃષ્ણ માંગણી કરીને તેને કુંવારી અંતઃપુરમાં રાખી દીઘી છે. સોમિલને ગુસ્સો આવ્યો અને પૂર્વભવમાં બાંધેલ વેરભાવનો ઉદય તીવ્ર બન્યો અને બદલો લેવાનો નિશ્ચય ક્યો. તેણે ચારેય તરફ નજર ફેરવી કે કોઈ વ્યક્તિ જોતી તો નથી ને? તરત જ ભીની માટીથી મુનિના મસ્તક પર પાળ બાંધી દીધી અને ચિત્તામાંથી ધગધગતા અંગારા માટીના ઠીકરામાં લાવીને નિર્દયતા પૂર્વક મુનિના માથા પર નાખી દીધા. પછી ભયભીત થતો-થતો ત્યાંથી શીધ્ર ચાલ્યો ગયો. મુનિની સમભાવથી મુક્તિ – મુનિને ધ્યાન અને કાઉસગ્ગ ક્યને ધણો સમય નહોતો થયો કે મારણાંતિક ઉપસર્ગ આવ્યો. મુનિએ તો કષ્ટોને સામે ચાલીને નિમંત્રણ આપ્યું હતું. શરીરમાં ભયંકર અસહ્ય વેદના ઉત્પન્ન થઈ.મુનિ સમભાવ અને આત્મભાવમાં લીન રહ્યા. દેહ વિનાશી હું અવિનાશી' ના ઘોષને સત્ય રૂપથી આત્મામાં વણી લીધો. સોમિલ બ્રાહ્મણ પર કોઈ જાતનો દ્વેષ કે ક્રોધ ન કરતાં અને અંતરમાં પણ તેના પ્રત્યે રોષ ન લાવતાં પોતાના નિજ કર્મોનો વિચાર કરતાં-કરતાં, વિચારોની શ્રેણીને વિશુદ્ધ, વિશુદ્ધતર બનાવી. ધર્મ ધ્યાનમાંથી શુકલ ધ્યાનમાં પહોંચ્યા. કર્મ દલિકોનો નાશ કરીને કેવલજ્ઞાન કેવલદર્શન ઉપાર્જિત ક્યું અને આયુષ્ય પૂર્ણ થતાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ પરમાત્મા બની ગયા. નિકટવર્તી દેવોએ પાંચ દિવ્ય પ્રગટ ર્યા અને સમ્યમ્ આરાધનાનો. મહોત્સવ ક્ય. આદર્શ જીવન અને શિક્ષા પ્રેરણા - (૧) સોળ વર્ષની વયે અને એક દિવસની અર્થાત્ (થોડાંક જ કલાકની) દીક્ષા પર્યાયમાં મુનિએ આત્મ કલ્યાણ કરી લીધું. દઢતા, સહન શીલતા, ક્ષમા દ્વારા મુનિએ લાખો ભવોના પૂર્વસંચિત્ત કર્મોનો મિનિટોમાં જ ક્ષય કરી દીધો. ઘર, કુટુંબ, પરિવારનો ત્યાગ ર્યા પછી શરીરના મમત્વનો પણ ત્યાગ કરવો અને સંયમની આરાધના માટે શરીરને જીવિત અવસ્થામાં આ રીતે વિસર્જિત કરવું કંઈ નાની સૂની કે અલ્પ મહત્વની વાત નથી. મહાન અને સારા અભ્યાસી સાધકો પણ Page #41 -------------------------------------------------------------------------- ________________ jainology | 41 આગમસાર અહીં આવીને ડગમગી જાય છે. પરંતુ ધન્ય છે એ નવદીક્ષિત મુનિને, કૃષ્ણ વાસુદેવના ભાઈ હોવાં છતાં પણ એક દિવસની દીક્ષામાં જ એવો આદર્શ દાખલો ઉપસ્થિત ર્યો કે જેમાંથી પ્રેરણા લઈને કેટલાય મુમુક્ષુ પ્રાણીઓ પોતાના આત્મોત્થાનમાં અગ્રેસર થવાની મહાન ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. (૨) શૂરવીર પુરુષો સિંહ વૃત્તિથી ચાલે છે. સિંહની જેમ જ વીરતા પૂર્વક સંયમ ગ્રહણ કરે છે, પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે, અને સંકટ સમયે પણ સિંહની જેમ જ તેના પર વિજય મેળવે છે. (૩) સિંહવૃત્તિ અને શ્વાનવૃત્તિ વિશે એમ કહેવામા આવે છે કે સિંહ બંદૂકની ગોળી ઉપર તરાપ નથી મારતો પરંતુ તેના અવાજ પરથી મૂળ સ્થાનને ઓળખી લે છે અને તેને જ પોતાનું લક્ષ્ય બનાવે છે પરંતુ કુતરાને કોઈ લાકડી મારે તો તે લાકડીને જ પકડવાની કોશિષ કરે છે. આજ રીતે આપણે દુ:ખનું મૂળ કારણ એવાં પોતાના કર્મોનો જ વિચાર કરવો જોઇએ અને સમભાવમાં સ્થિર રહેવું જોઇએ. આ જ સિંહવૃત્તિ છે. તેનાથી વિપરીત દુઃખના ક્ષણિક નિમિત્તરૂપે રહેલાં કોઈપણ પ્રાણી પર રોષ કરવો અથવા બદલો લેવો, તે શ્ર્વાનવૃતિ છે. પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ગજસુકુમારના જીવનમાંથી સિંહવૃત્તિનો આદર્શ શીખવો જોઇએ.'' દેહું પાતયામિ વા કાર્ય સાધયામિ '' નો દઢ સંકલ્પ હોવો જોઇએ; ત્યારે જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એવો સંકલ્પ ન હોવો જોઇએ કે ખાતા પીતા મોક્ષ મળે, તો મને પણ કહિજો । માથા સાટે મોક્ષ મળે, તો દૂર હી રહિજો II (૪) ભૌતિક ઇચ્છાઓનો ત્યાગ અને જીવનનો ભોગ આપ્યા વિના સહજ પણે જ મુક્તિ મળી જવી સંભવ નથી. તેથી મોક્ષની પ્રાપ્તિ માટે આપણે ગજસુકુમાર મુનિના આદર્શને સામે રાખીને આપણું જીવન જીવીએ તથા આવી વીરતાના સંસ્કારોથી આત્માને બળવાન બનાવીએ તો સંયમના આનંદને પ્રાપ્ત કરી શકીએ. કહ્યું છે કે – સભી સહાયક સબલ કે, કોઉ ન નિબલ સહાય, પવન જગાવત આગકો, દીપ હી દેત બુજાય (૫) પોતાના સંસ્કાર જો મજબૂત હોય, બળવાન હોય તો બધા સંયોગો હિતકર બની જાય છે. સોમિલ બ્રાહ્મણ જેવી નિર્દય વ્યક્તિ, અને ધગધગતા અંગારાના સંયોગો પણ મુક્તિ પ્રાપ્ત કરાવી શકે છે. તેથી આપણે પણ જ્યારે આપણી સાધનાને સબળ અને વેગવાન બનાવશું અને સહનશીલતાને ધારણ કરશું ત્યારે જ આપણું આવા મહાપુરુષોનું જીવનચરિત્ર સાંભળવાનું કે વાંચવાનું સાર્થક થશે. કષાય ભાવોથી મુક્ત થઈ જવું એ જ મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ અને સફળ સાધના છે. ભગવાન અરિષ્ટનેમિથી કૃષ્ણનો વાર્તાલાપ :– ગજસુકુમાર અણગારની દીક્ષાના બીજા દિવસે કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિ અને પોતાના ભાઈ સહિત બધા જ મુનિઓના દર્શન કરવા ભગવાન પાસે ગયા. ભગવાનના દર્શન–વંદન ર્યા. અન્ય મુનિઓનાં પણ દર્શન–વંદન ર્યા. અહીં તહીં જોયું પરંતુ પોતાના ભાઈ ગજસુકુમાર મુનિના દર્શન ન થયાં ત્યારે ભગવાનને પૂછ્યું– હે ભંતે ! ગજસુકુમાર અણગાર ક્યાં છે ? ભગવાને શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે અર્થાત્ તેઓ મોક્ષે પધાર્યા છે. કૃષ્ણ વાસુદેવે ફરીથી પ્રશ્ન ર્યો કે હે પ્રભુ ! ગજસુકુમારે કેવી રીતે પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે ? ત્યારે ભગવાને ભિક્ષુની બારમી પિંડમાની આજ્ઞા માંગવાથી કરીને નિર્વાણ સુધીની બધી જ વાત સંભળાવી. સોમિલ બ્રાહ્મણનું નામ ન કહેતાં એમ કહ્યું કે એક પુરુષ ત્યાં આવ્યો અને તેણે આ પ્રકારે ક્યું. હે કૃષ્ણ ! આમ, ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ ર્યું છે. કૃષ્ણ વાસુદેવનો કોપ :–કૃષ્ણ વાસુદેવે આ વૃતાન્ત સાંભળીને રોષ ભર્યા શબ્દોમાં પ્રશ્ન ર્યો કે હે ભગવાન્ ! એવી હીન પુણ્ય અને દુષ્ટ વ્યક્તિ કોણ હતી ? જેણે મારા સગા નાના ભાઈના અકાળે જ પ્રાણ હરી લીધા ? ભગવાને કૃષ્ણને શાંત કરતાં કહ્યું કે હે કૃષ્ણ ! તમે એ પુરુષ પર ગુસ્સો કે દ્વેષ ન કરો કારણકે એ પુરુષે તો તમારા ભાઈ ગજસુકુમાર અણગારને સહાયતા પ્રદાન કરી છે. સોમિલની સહાયતા દૃષ્ટાંત દ્વારા :-કૃષ્ણે ફરીથી પ્રશ્ન ર્યો – હે ભંતે ! તેણે સહાયતા કેવી રીતે આપી ? ભગવાને સમાધાન કરતાં જણાવ્યું – હે કૃષ્ણ ! આજે જ્યારે તમે દર્શન કરવા માટે આવી રહ્યાં હતા ત્યારે માર્ગમાં એક વૃદ્ધ પુરુષ પોતાના ઘરની બહાર પડેલા ઈંટના મોટા ઢગલામાંથી એક–એક ઈંટ લઈને ઘરમાં લઈ જઈને મૂકી રહ્યો હતો. તેને જોઈને તમે એ ઢગલામાંથી હાથી પર બેઠાં—બેઠાં જ એક ઈંટ ઉપાડી અને એના ઘરમાં નાખી દીધી. તરત જ અન્ય રાજપુરુષોએ પણ તેનું અનુકરણ કરી, એક–એક ઈંટ કરી આખોય ઢગલો એના ઘરમાં પહોંચાડી દીધો. તે વૃદ્ધ વ્યક્તિના આંટા મારવાનું અને બધી જ મુશ્કેલી દૂર થઈ ગઈ. તેનું દિવસો અને કલાકોનું કામ માત્ર મિનિટોમાં જ પૂર્ણ થઈ ગયું. જે રીતે આ તમારો પ્રયત્ન તે વૃદ્ધ માટે સહાય રૂપ બન્યો; તે જ રીતે તે પુરુષે ગજસુકુમાર અણગારના લાખો ભવ પૂર્વેના સંચિત્ત કર્મોની ઉદીરણા અને, ક્ષય કરવામાં સહાયતા પ્રદાન કરી છે. જેનાથી શીઘ્રતા પૂર્વક મિનિટોમાં જ તેમનું સંસાર ચક્ર સમાપ્ત થઈ ગયું છે. હત્યારાને જાણવાની ઉત્કંઠા :– કૃષ્ણ વાસુદેવની ઇચ્છા ન હોવા છતાં પણ ગુસ્સાને શાંત કરવો પડ્યો. પરંતુ અંદર દમિત થયેલ મોહ અને કષાયને કારણે તેઓએ ભગવાનને ફરીથી પૂછી લીધું કે હે ભંતે ! હું તે વ્યક્તિને કેવી રીતે જાણી શકીશ ? ભગવાને જણાવ્યું કે હમણાં દ્વારિકામાં જતી વખતે જે વ્યક્તિ અચાનક તમારી સામે આવીને, ભયભીત થઈને સ્વતઃ જ પડી જાય અને મરી જાય, ત્યારે તમે સમજી લેજો કે આ તે જ પુરુષ છે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન નમસ્કાર ર્કા અને નગરીમાં જવા માટે પ્રસ્થાન ર્યું. સોમિલનું મૃત્યુ :– બીજી બાજુ, સોમિલ બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે કૃષ્ણ વાસુદેવ ભગવાનના દર્શન કરવા ગયા છે અને અરિષ્ટનેમિ ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી છે. તેમનાથી કંઈ પણ અજાણ્યું કે છૂપું નથી. તે અવશ્ય કૃષ્ણને મારા કુકૃત્યની માહિતી આપશે. ત્યારે કૃષ્ણ વાસુદેવ રોષે ભરાઈને ન જાણે શું સજા કરશે ? કેવી રીતે કમોતે મારશે ? એ ભયથી ભયભીત થઈને તે ઘેરથી નીકળ્યો કે કૃષ્ણના પાછા ફરવા પહેલા હું ક્યાંક જઈને છુપાઈ જાઉં. ન ભાઈના મૃત્યુને કારણે કૃષ્ણ વાસુદેવને તરત જ પાછા ફરવાનું થયું. સોમિલનું સમય અનુમાન ખોટું ઠર્યું. કૃષ્ણ વાસુદેવ શાંતિથી(દબદબા વગર) નગરીમાં રાજ્ય માર્ગ છોડી અન્ય માર્ગ દ્વારા પ્રવેશ કરી રહ્યા હતા. કોઈ પણ પ્રકારનો અવાજ ન થવાને કારણે સોમિલ બ્રાહ્મણને કંઈ જ ખબર ન પડી શકી અને તે અચાનક કૃષ્ણની સામે આવી પહોંચ્યો. તેના મનમાં આશંકા અને ભય તો - Page #42 -------------------------------------------------------------------------- ________________ આગમસાર-પૂર્વાર્ધ હતો જ, કૃષ્ણને નજીકમાં જ સામે જોઈને તે ત્યાંજ ધ્રાસ્કો પડવાને કારણે જમીન પર ધસ દઇને પડી ગયો અને મરી ગયો. તેને જોઈને કણ વાસદેવ સમજી ગયા કે આ દષ્ટ સોમિલ મારા ભાઈનો હત્યારો છે. તેમણે ચાંડાલો દ્વારા રસ્સીથી તેને મત શરીર ખેંચાવીને નગરની બહાર ફેંકાવી દીધું. અને જમીનને પાણીથી ધોવડાવીને સાફ કરાવી. આ રીતે સોમિલ બ્રાહ્મણ સ્વતઃ પોતાના કર્મોના ફળનો ભોકતા બન્યો. શિક્ષા-પ્રેરણા:-(૧) વીતરાગી ભગવાન અરિષ્ટનેમિ એ સોમિલ બ્રાહ્મણના કકૃત્યને પણ શ્રી કૃષ્ણ સન્મુખ ગુણ રૂપે મૂક્યું. (૨) મહાપુરુષોના સત્સંગથી પ્રચંડ કોપ પણ નિષ્ફળ થઈ જાય છે. (૩)કુકર્મ કરતી વખતે વ્યક્તિ ભવિષ્યનો વિચાર નથી કરતી અને કુકૃત્ય ર્યા પછી ભયભીત બને છે અને વિચાર કરે છે. પરંતુ પાછળથી વિચારો કરવા તેના માટે નિરર્થક જ હોય છે. માટે પહેલાંથી જ વિચારીને કામ કરવું જોઈએ, જેથી પાછળથી પસ્તાવું ન પડે. સોમિલે જો પહેલેથી જ એવો વિચાર ર્યો હોત કે હું છુપાઈને પણ પાપ કરીશ તો પણ સર્વજ્ઞ ભગવાન તો જાણી જ લેશે" તો તે ઘોર પાપ કૃત્યથી બચી શકત. કહેવાયું પણ છે – - "સોચ કરે સો સુઘડ નર, કર સોચે સો કૂડ-સોચ ક્વિા મુખ નૂર હૈ, કર સોચે મુખ ધૂડા (૪) કૃષ્ણ સોમિલની કન્યાને ગજસુકુમાર માટે “કુંવારા' અંતઃપુરમાં જ રાખી હતી. ગજસુકુમાર દીક્ષા લઈ લે તો પણ કુંવારી કન્યાની અન્ય કોઈ સાથે પણ પાણિગ્રહણ વિધિ થઈ શકે. પ્રચંડ ગુસ્સો કરવો કે મુનિની ઘાત કરવી એવો કોઈ પ્રશ્ન જ ન હતો. પરંતુ વર્તમાન સમયે કોઈ ખાસ કારણ ન દેખાતાં, છતાં પૂર્વ ભવના કરેલા કર્મો માટે નિમિત મળી જાય છે. સોમિલના કોપનું મુખ્ય કારણ પણ પૂર્વભવનું વેર જ હતું. ગજસુકુમારના જીવે સોમિલના મસ્તક પર ગરમાગરમ રોટલો બંધાવીને તેના પ્રાણોનું હરણ કરાવ્યું હતું અને ખુશીનો અનુભવ ક્યોં હતો. (પોતે વંધ્યા હોવાથી દેરાણીના બાળકની ઈષ્યા થઈ .બાળકને શરદી જેવી કોઈ બીમારી વખતે માથા પર ગરમ રોટલો બાંધવાની ખોટી સલાહ આપી હત્યા કરી હતી .) તેજ કર્મો ઉદયમાં આવ્યા હતાં. તેને ગજસુકુમારે પોતાના કર્મોનું કરજ ચૂકવવાનું સમય સમજીને સહર્ષ સ્વીકારી લીધું. તે ઘટના લાખો ભવો પહેલાંની હતી. તે જ આશયથી આ સૂત્રમાં કહ્યું છે કે લાખો ભવોના સંચિત્ત કર્મોની સોમિલે ઉદીરણા કરાવી અને ક્ષય કરવામાં નિમિત્ત બન્યો. (૫) પાપી વ્યક્તિ પોતાના પાપોના ભારથી સ્વતઃ જ સોમિલની જેમ દુઃખી થાય છે અને લોકોમાં નિંદાને પાત્ર બને છે. પરમાત્મા કોઈને દુઃખી નથી કરતા. કહેવાયું પણ છે કે – રામ નકિસ કો મારતા, સબસે મોટા રામ- આપ હી મરજાત હૈ, કર કર ભૂંડા કામા નવમું અધ્યયન – સુમુખ દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેના ભાઈ બળદેવ રાજા હતા. તેમને સુમુખ નામનો પુત્ર હતો. પ્રથમ અધ્યયનમાં વર્ણવેલ ગૌતમના જેવું જ તેનું સંપૂર્ણ વર્ણન છે. પાછલી વયે તેણે અરિહંત અરિષ્ટનેમિની પાસે દીક્ષા અંગીકાર કરી, ગૌતમની સમાન જ તપ સંયમની. આરાધના કરી. વીસ વર્ષના દીક્ષા પર્યાય અને માસખમણના સંથારા દ્વારા તેમને કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત થયું અને તે સમયે જ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરી. બાકીના ચાર અધ્યયન –સુમુખના વર્ણન પ્રમાણે જ દુર્મુખ અને કૂપદારકનું વર્ણન છે. આ ત્રણેય સગા ભાઈઓ હતા અને તે જ ભવમાં મુક્તિગામી બન્યા. દારુક અને અનાદષ્ટિનું વર્ણન પણ તેજ પ્રમાણે છે તેઓ બંને વસુદેવજીના પુત્રો અને શ્રી કૃષ્ણના ભાઈઓ હતા. ૯ થી ૧૩ આ પાંચ અધ્યયનમાં વર્ણિત પાંચેય યાદવ કુમારો પાછલી વયમાં ૨૦ વર્ષ સંયમની આરાધના કરીને સિદ્ધ થયા હતાં ચોથો વર્ગ” ૧ થી ૧૦ અધ્યયન આ વર્ગમાં દસ રાજકુમારોનું વર્ણન છે. ૧. જાલિકુમાર ૨. માલિકુમાર ૩. ઉવયાલીકુમાર ૪. પુરિસેન ૫. વારિસેણ એ પાંચ વસુદેવજીના પુત્રો અને શ્રી કૃષ્ણના ભાઈઓ હતા. દ. પ્રદ્યુમ્નકુમાર શ્રી કૃષ્ણ અને રુકિમણીના પુત્ર હતા ૭. સાંબ કુમાર શ્રી કૃષ્ણ અને જાંબવતીના પુત્ર હતા. ૮. અનિરુદ્ધકુમાર પ્રધુમ્ન અને વૈદર્ભના પુત્ર હતા. ૯. સત્યનેમિ અને ૧૦. દ્રઢનેમિ બંને સમુદ્રવિજયજીના પુત્ર અને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનના સગા ભાઈ હતા. આ બંને એ પણ પાછળી ઉંમરે અરિષ્ટનેમિ પાસે સંયમ અંગીકાર ક્યો. દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો. અર્થાત્ ૧૪ પૂર્વધારી બન્યા. અને સોળ વર્ષની દીક્ષા પર્યાયમાં અંતે માસખમણનો. સંથારો કરી શત્રુંજય પર્વત પરથી સિદ્ધ થયા. ચાર વર્ગોના ૪૧ અધ્યયનોમાં ૪૧ યાદવ પુરુષોનું મોક્ષ ગમનનું વર્ણન પૂર્ણ થયું. તે પછી પાંચમા વર્ગમાં કૃષ્ણની પટ્ટરાણીઓ અને પુત્રવધુઓનું વર્ણન છે. પાંચમો વર્ગ : પ્રથમ અધ્યયન પદમાવતી દ્વારિકા નગરીની બહાર ઉદ્યાનમાં બિરાજમાન ભગવાન અરિષ્ટનેમિના દર્શન કરવા માટે શ્રી કૃષ્ણ વાસુદેવે પોતાના વિશાળ સમૂહ સાથે ગયા. કૃષ્ણની પદ્માવતી રાણી પણ પોતાના ધાર્મિક રથમાં બેસીને ભગવાનના દર્શન કરવા ગઈ. પરિષદ એકત્રિત થઈ. ભગવાન શ્રી કૃષ્ણ, પદ્માવતી તથા અન્ય સંપૂર્ણ પરિષદને લક્ષ્યમાં રાખીને પ્રવચન આપ્યું. પ્રવચન સાંભળીને કૃષ્ણની પટ્ટરાણી પદ્માવતી સંસારથી વિરક્ત થઈગઈ. તેણે બધાંજ વૈભવોનો ત્યાગ કરીને સંયમ અંગીકાર કરવાનો નિર્ણય ર્યો. ભગવાન સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરી અને કહ્યું કે કૃષ્ણ વાસુદેવની આજ્ઞા પ્રાપ્ત કરીને હું આપની પાસે દીક્ષા લેવા ઇચ્છું છું. ભગવાને અનુમતિ આપી. શ્રી કૃષ્ણના ભગવાન અરિષ્ટનેમિ સમીપે પ્રશ્નોત્તર:- પરિષદ પ્રવચન સાંભળીને પાછી ફરી. કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન Page #43 -------------------------------------------------------------------------- ________________ jainology આગમસાર નમસ્કાર ક્યું અને પોતાની જિજ્ઞાસાનું સમાધાન કરવા ઇચ્છયું. તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભંતે! આ દ્વારિકા નગરીનો વિનાશ ક્યા કારણે થશે? પ્રત્યુત્તરમાં ભગવાને આ પ્રમાણે સમાધાન ક્યું કે – સુરા (મદિરા), અગ્નિ અને દ્વિપાયન ઋષિના કોપના નિમિત્તથી દ્વારિકાનો વિનાશ થશે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવને એવો વિચાર આવ્યો કે ધન્ય છે એ જાલિ, મયાલી આદિકુમારોને જેમણે સંપૂર્ણ વૈભવનો ત્યાગ કરીને અરિહંત અરિષ્ટનેમિ પાસે સંયમ અંગીકાર ક્ય; હું અધન્ય અકૃતપુણ્ય છું કે હજી સુધી હું માનુષિક કામ–ભોગોમાં ફસાયેલો છું. ભગવાન પાસે સંયમ નથી લઈ શક્યો અને એક દિવસ મારાં જોતાં મારી હાજરીમાં જ દ્વારિકાનો વિનાશ થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણને સંબોધન કરતાં કહ્યું કે હે કૃષ્ણ ! બધા વાસુદેવો પૂર્વભવમાં નિયાણું કરે છે નિયાણા દ્વારા જ તેઓ વાસુદેવ બને છે. અને એ નિયાણાના તીવ્ર રસને કારણે જ કોઈ પણ વાસુદેવ દીક્ષા અંગીકાર કરી શકતા નથી. આ સાંભળીને કૃષ્ણને પોતાનું ભવિષ્ય જાણવાની ઇચ્છા થઈ. પ્રશ્ન પૂછવા પર સમાધાન કરતા ભગવાને કહ્યું – દ્વિપાયન ઋિષિના કોપને કારણે દ્વારિકા બળીને નષ્ટ થઈ ગયા પછી, માતા-પિતા પરિવારજનોથી રહિત રામ બલદેવની સાથે (બલરામની સાથે) તમે પાંડ મથરા જવા માટે પ્રસ્થાન કરશો. કૌસાંબી વનમાં પહોંચીને વટ-વૃક્ષ નીચે પૃથ્વીશીલા પર પીળા વસ્ત્રથી શરીરને ઢાંકી વિશ્રામ કરશો, ત્યારે જરાકુમાર દ્વારા ફેંકાયેલું બાણ તમારા ડાબા પગમાં લાગશે. તે સમયે તમે ત્યાં કાળ કરીને ત્રીજી પૃથ્વીમાં જન્મ લેશો. ભગવાનનાં શ્રી મુખેથી પોતાનું આગામી ભવિષ્ય જાણીને કૃષ્ણ વાસુદેવ ખિન્ન થઈ ગયા અને ઉદાસ મને આર્તધ્યાન કરવા લાગ્યા તથા વિલાપ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને સંબોધન કરતા કહ્યું કે હે કૃષ્ણ ! તમે આ આર્તધ્યાન ન કરો. તમે ત્યાંથી કાળ કરીને આગામી ભવમાં મારા જેવા જ તીર્થકર બનશો. ત્યાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરશો. પોતાનું કલ્યાણકારી ભવિષ્ય સાંભળીને શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થયા. ખુશીમાં એટલા હર્ષ- વિભોર બની ગયા કે ત્યાં ભગવાન સન્મુખ પોતાની ખુશી પ્રગટ કરતાં સિંહનાદ ર્યો. તેમની ખુશીના ભાવ એ હતા કે હું પણ એક ભવ કરીને તીર્થકર બનીશ અને મોક્ષ પ્રાપ્ત કરીશ અર્થાત્ કૃષ્ણ વાસુદેવના ભવમાં જ તેમણે પોતાની ઉત્કૃષ્ટ ધર્મ ભાવના અને ધર્મ દલાલીથી તીર્થકર ગોત્ર નામ કર્મનો બંધ ર્યો હતો. જેથી તેઓ ત્રીજા ભવમાં આગામી ઉત્સર્પિણી કાળમાં આ ભરત ક્ષેત્રમાં બારમા “અમમ” નામના તીર્થકર થશે. કૃષ્ણની ધર્મ દલાલી :- આ પ્રમાણે ઉતાર-ચઢાવના વાર્તાલાપ પછી કૃષ્ણ વાસુદેવ ભગવાનને વંદન-નમસ્કાર કરી દ્વારિકામાં આવ્યા. સિંહાસન પર આરૂઢ થઈને પોતાના રાજકીય પુરુષોને આદેશ આપ્યો કે નગરીમાં ત્રણ માર્ગ અને ચાર રસ્તા વગેરે જગ્યાએ ત્રણ-ત્રણ વાર ઘોષણા કરાવો કે “આ દ્વારિકા નગરીનો વિનાશ થવાનો છે, જે કોઈ રાજા, રાજકુમાર, રાણીઓ, શેઠ, સેનાપતિ આદિ ભગવાનની પાસે દીક્ષા લઈને આત્મ કલ્યાણ કરવા ઇચ્છે તો તેમને વાસુદેવ કૃષ્ણ તરફથી આજ્ઞા છે. તેઓ પોતાની પાછળની કોઈ પણ જવાબદારીની કોઈપણ પ્રકારે ચિંતા ન કરે. તેની બધી જ વ્યવસ્થા રાજય તરફથી કરવામાં આવશે. દીક્ષા મહોત્સવ પણ સ્વયં શ્રી કૃષ્ણ વાસુદેવ કરશે.” કૃષ્ણની આજ્ઞા અનુસાર નગરમાં ઘોષણા કરવામાં આવી. ભાગ્યશાળી કેટલાય આત્માઓએ આ સૂચનાનો લાભ લીધો. પદ્માવતીની દીક્ષા - કૃષ્ણની પટ્ટરાણી પદ્માવતી દેવી પણ સંસારથી વિરક્ત થઈ. તેમણે પણ સંયમ ગ્રહણ કરવાની આજ્ઞા માંગી. કૃષ્ણ વાસુદેવે સહર્ષ અનુમતિ આપી અને ભવ્ય સમારોહ દ્વારા પોતાની જાતે જ પદ્માવતીનો દીક્ષા મહોત્સવ ર્યો. ભગવાનની સન્મુખ પદ્માવતીને લાવ્યા અને નિવેદન કર્યું કે હે ભગવાન ! આ મને પ્રાણથી પણ અતિ પ્યારી પદ્માવતી દેવી છે. તે સંસારથી ઉદ્વિગ્ન અને વિરક્ત થઈ છે. તેથી હું આપને શિષ્યાના રૂપમાં ભિક્ષા આપું છું. આપ એનો સ્વીકાર કરો. ત્યારે અરિહંત અરિષ્ટનેમિએ એને દીક્ષા પ્રદાન કરી અને પ્રમુખા સાધ્વી યક્ષા આર્યાને શિષ્યાના રૂપમાં સોંપી દીધી. પદ્માવતી આર્યાજીએ તેમની પાસેથી સંયમ વિધિનું જ્ઞાન પ્રાપ્ત ર્ક્સ. અગિયારસંગોનું અધ્યયન ક્યું અને વિવિધ તપશ્ચર્યાઓ દ્વારા પોતાની આત્મ-સાધના કરવા લાગ્યા. વીસ વર્ષ સુધી દીક્ષા પર્યાયનું પાલન ક્યું. અંતમાં માસખમણના સંથારા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી તે જ ભવમાં સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. અધ્યયન ૨ થી ૧૦ સુધી આ જ પ્રમાણે કૃષ્ણની અન્ય પટ્ટરાણીઓ-૨. ગોરી ૩. ગંધારી ૪. લક્ષ્મણા ૫. સુસીમા ૬. જાંબવતી ૭. સત્યભામા ૮. રુકિમણી આદિએ પણ સંયમ અંગીકાર કરીને ૨૦ વર્ષમાં સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. તેજ રીતે કૃષ્ણ વાસુદેવના પુત્ર સાંબકુમારની બંને પત્નીઓ૯. મૂલશ્રી ૧૦. મૂલદત્તા કૃષ્ણની આજ્ઞા લઈને દીક્ષિત થયા. કારણ કે સાંબકમાર તો પહેલેથી જ દીક્ષિત થઈ ચૂક્યા હતા. તેમણે પણ ૨૦ વર્ષ સુધી સંયમ પા વર્ગના દસ અધ્યયનોમાં દસ રાણીઓનું મુક્તિગમન વર્ણન પૂર્ણ થયું. શિક્ષા - પ્રેરણા:(૧) તીર્થકર ભગવાનનો સંયોગ મળી ગયો, “નગરી બળવાની છે,” એવી ઘોષણા કરી દેવાઈ. તેમ છતાં પણ હજારો નર-નારીઓ દ્વારિકામાં જ રહી ગયા. દીક્ષા અંગીકાર ન કરી શક્યા અને ત્યાં જ બળીને ભસ્મ થઈ ગયા. આ જીવોની એક ભારી કર્માવસ્થા છે. ભગવાન તરફ અને ધર્મ તરફ શ્રદ્ધા-આસ્થા રાખનાર કેટલાય જીવો પણ દીક્ષા ન લઈ શક્યા. તાત્પર્ય એ જ છે કે સંયમની ભાવના અને સુંદર સંયોગ બધા લોકોને મળતાં નથી. મનુષ્ય ભવને પામીને પોતાના સામર્થ્ય અનુસાર તક મળતાં ધર્મનો લાભ અવશ્ય લઈ લેવો જોઇએ. પ્રમાદ – આળસ અને ઉત્સાહ હીનતાની બેદરકારીમાં રહી ન જવું. જેવી રીતે શ્રી કૃષ્ણ જાણી લીધું કે મને તો સંયમ માર્ગ પ્રાપ્ત થવાનો નથી. તો પણ તેમણે અન્ય લોકોને સંયમ લેવાની પ્રેરણા આપી અને સહયોગી બની ધર્મ દલાલી કરવાનો લાભ મેળવી લીધો. દ્વારિકા વિનાશનું નિમિત્ત પણ પ્રેરક હતું. આવી જ શ્રદ્ધા અને ધર્મદલાલીનાં કાર્યોથી તેમણે તીર્થકર નામ કર્મ ઉપાર્જન ક્યું હતું. (૩) તે સમયે શ્રી કૃષ્ણ પોતાની આઠ પટ્ટરાણીઓને સહજ રીતે દીક્ષાની આજ્ઞા આપી દીધી હતી. આજે આપણે પણ જાણીએ છીએ કે આ જીવન ચંચળ છે. આયુષ્યની દોરી એક દિવસ તૂટવાની છે. પરંતુ આળસ, પ્રમાદ અને મોહને વશ થઈને ધર્મ (૨) મનુષ્ય Page #44 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 44 આરાધનાના કર્તવ્યને ભૂલી રહ્યા છીએ અથવા ભવિષ્યના ભરોસે છોડી દઈએ છીએ. પ્રસ્તુત પ્રકરણના શ્રવણથી આપણે આપણા જીવનને નવો વણાંક આપવો જોઈએ. વ્રત અને મહાવ્રતોમાં અગ્રેસર થવું જોઇએ. (૪) કૃષ્ણ વાસુદેવના જીવનના વિભિન્ન ઉતાર–ચઢાવને સમજીને એ સ્વીકારવું અને સમજવું જોઇએ કે આ બાહ્ય વૈભવ પણ જયાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી જ જીવને સાથ આપે છે. શ્રી કૃષ્ણનો એક સમય એવો હતો કે તેમના બોલાવવાથી દેવ હાજર થયા અને દ્વારિકાની રચના કરી દીધી. સુસ્થિત દેવે લવણ સમુદ્ર પાર કરાવી દીધો. ગજસુકુમાર ભાઈ થશે એવી સૂચના પણ દેવે જ આપી હતી. પરંતુ પુણ્યોદય સમાપ્ત થયો અને પાપનો ઉદય થયો ત્યારે નગરીની એક વ્યક્તિ સોમિલે જ નવ દીક્ષિત મુનિ અને કૃષ્ણના ભાઈની, અરિષ્ટનેમિ ભગવાન ત્યાં બિરાજમાન હોવા છતાં હત્યા કરી દીધી અને જે દ્વારિકા હંમેશા તીર્થંકર, મુનિઓથી પાવન રહેતી હતી, પ્રથમ દેવલોકના દેવો દ્વારા નિર્મિત હતી તેને એક સામાન્ય દેવે બાળીને ભસ્મ કરી દીધી; આ બધાં પુણ્ય અને પાપ કર્મોને લીધે ઉદયમાં આવતાં ફળ છે.કર્મોની વિચિત્ર અવસ્થાઓને જાણીને કર્મોથી હંમેશને માટે મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઇએ. સમ્યક્ત્વના લક્ષણ : શાંત હો આવેગ સારે, શાન્તિ મનમેં વ્યાપ્ત હો,– મુક્ત હોને કી હૃદયમેં, પ્રેરણા પર્યાપ્ત હો, વૃત્તિ મેં વૈરાગ્ય, અંતર ભાવમૈં કરુણાં રહે,– વીતરાગ વાણી સહી, યોં અટલ આસ્થા નિત રહે. ‘છઠ્ઠો વર્ગ’ પાંચ વર્ગોમાં બાવીસમા તીર્થંકરના શાસનવર્તી મોક્ષગામી ૫૧ જીવોનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે આગળના ત્રણેય વર્ગોમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનના ૩૯ જીવોનું વર્ણન છે. આ છઠ્ઠા વર્ગમાં ૧૩ અધ્યયન છે. જેમાં શેઠ અને અર્જુનમાલી તથા અતિમુક્ત રાજકુમાર અર્થાત્ એવંતામુનિનું જીવન વર્ણન છે. પહેલું બીજું અધ્યયન – મકાઈ અને કિંકમ પ્રાચીનકાળમાં રાજગૃહી નામની નગરી હતી. શ્રેણિક ત્યાંના રાજા હતા. મકાઈ શેઠ તે નગરીમાં રહેતા હતા. તે ધનાઢય અને અત્યંત સમૃદ્ધ હતા. એક વાર ભગવાન મહાવીર સ્વામીનું ત્યાં આગમન થયું. મકાઈ શેઠ ભગવાનના સમવસરણમાં ગયા. ભગવાનના દર્શન કર્યાં. વંદન નમસ્કાર કરી ઉપદેશ શ્રવણ ર્યું. તેનો તે દિવસ ધન્ય થઈ ગયો. તે ધર્મના રંગમાં રંગાઈ ગયા. સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી. ઘેર આવીને મોટા પુત્રને સંપૂર્ણ ઘરની જવાબદારી સોંપી દીધી. પુત્ર મહોત્સવની સાથો સાથ હજાર પુરુષ ઉચકે એવી શિબિકામાં બેસાડીને ભગવાનના સમવસરણમાં પહોંચાડયા.યોગ્ય સમયે ભગવાને દીક્ષાનો પાઠ ભણાવ્યો. શેઠ હવે મકાઈ અણગાર બની ગયા. સંયમની વિધિઓને શીખીને તે સમિતિ ગુપ્તિવંત બની ગયા. તેમણે સોળ વર્ષ સુધી સંયમ પયાર્યનું પાલન ર્ક્યુ. અગિયાર અંગ સૂત્રો કંઠસ્થ ર્યા. ભિક્ષુ પડિમા અને ગુણરત્ન સંવત્સર આદિ વિશિષ્ટ તપશ્ચર્યાઓ કરી. અન્ય પણ માસખમણ સુધીની તપશ્ચર્યાઓથી પોતાની સંયમ આરાધના કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને શ્રેષ્ઠ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. મકાઈ શેઠની જેમ જ કિંકમ શેઠનું પણ વર્ણન છે. દીક્ષા પર્યાય, તપસ્યા, શ્રુતજ્ઞાન, વગેરે પણ સમાન જ છે. અંતમાં કિંકમ શેઠે પણ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત ર્યો. ત્રીજું અધ્યયન અર્જુનમાળી રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. ત્યાં “ અર્જુન”નામનો એક માળી રહેતો હતો. જે ઋદ્ધિ સંપન્ન હતો. તેનો પોતાનો જ એક ખૂબ મોટો બગીચો હતો. તે અર્જુનને બંધુમતી નામની પત્ની હતી. જે સ્ત્રીનાં બધાં જ ગુણો અને લક્ષણોથી સુસંપન્ન હતી. અર્જુનમાળીની પુષ્પવાટિકાની બાજુમાં એક “ મુદ્ગરપાણિ” નામના યક્ષનું મંદિર હતું. તેમાં મુદ્ગરપાણિ યક્ષની મૂર્તિ હતી. અર્જુનમાળીના પૂર્વજોની અનેક પેઢીઓથી તે યક્ષની પૂજા કરવામાં આવતી. તે અર્જુન પણ ફૂલ એકઠા કરીને સારા–સારા ફૂલોને અલગ વીણીને તે યક્ષની પ્રતિમાને પુષ્પ અપર્ણ કરતો; પંચાગ નમાવીને પ્રણામ કરતો; તેની સ્તુતિ અને ગુણગાન કરતો.પછી ફૂલ અને માળાઓ લઈને રાજમાર્ગ પાસે બેસીને આજીવિકા કમાતો હતો. લલિતા ગોષ્ઠી : —તે જ નગરમાં લલિતા નામની ગોષ્ઠી રહેતી હતી. જેને વર્તમાન ભાષાઓમાં “ ગુંડાઓની ટોળી ’’ કહી શકાય. મહોત્સવ :– એક વાર નગરમાં કોઈ આનંદનો મહોત્સવ હતો. અર્જુન માળીએ સવારે વહેલાં ઉઠીને બંધુમતીને પણ સાથે લીધી. - કારણ કે ફૂલોનું વેચાણ વિશેષ થવાનું હતું.માળી–માલણ બંને બગીચામાં આવ્યા. ઘણાં બધાં ફૂલ એકઠા ર્ડા. છાબડીઓ ભરી અને મુદ્ગરપાણિ યક્ષની પૂજા માટે કેટલાંક સુંદર ફૂલો અલગ ર્યા. ગોષ્ઠીના છ પુરુષોનો ઉપદ્રવ – · પતિ-પત્ની બંને યક્ષના મંદિર તરફ પહોંચ્યા. લલિત ગોષ્ઠીના ૬ પુરુષો પહેલેથી જ તે મંદિરમાં હતા અને ઇચ્છા પ્રમાણે પોતાની ક્રીડાઓ કરી રહયા હતા. અર્જુનમાળીને પત્ની સાથે આવતો જોયો અને અંદરોઅંદર વિચાર ક્યોં કે અર્જુનમાળીને બાંધીને આપણે તેની પત્ની સાથે સુખોપભોગ કરીશું.મંત્રણા કરી તે છયે મોટા પ્રવેશદ્વારની પાછળ સંતાઈ ગયા. અર્જુનમાળી અને બંધુમતીએ મંદિરમાં પ્રવેશ ર્યો. યક્ષને પ્રણામ ર્ડા, ફૂલ ચડાવ્યા અને પછી પંચાગ નમાવીને અર્થાત્ ઘૂંટણો ટેકવીને પ્રણામ ર્ડા. તે જ સમયે છ એ પુરુષ એક સાથે નીકળ્યા અને તેને એ જ દશામાં બાંધી બંધુમતી માલણ સાથે ઈચ્છિત ભોગ ભોગવવા લાગ્યા અર્થાત્ તેના ઉપર બળાત્કાર ર્યો. આંખોની સામે થઈ રહેલ આ કુકૃત્ય અર્જુન પડ્યો–પડ્યો જોતો જ રહ્યો. કારણ કે અવાજ કરવા છતાં પણ તે ગુંડાઓની સામે કોઈ પણ નહોતું આવતું. તેના મનમાં યક્ષ પ્રત્યે અશ્રદ્ધા અને શંકાના વિકલ્પો થવા લાગ્યા કે અરે ! બાપ-દાદા-પરદાદાઓથી પૂજિત આ પ્રતિમા માત્ર કાષ્ઠ જ છે. એમાં જો યક્ષ હોત તો શું તે મારી આપત્તિમાં મદદ ન કરત ? આ પ્રમાણે તે મનમાં ને મનમાં ક્રોધિત થયો હતો કે તેજ સમયે યક્ષે ઉપયોગ મૂકીને જોયું અને અર્જુનની અશ્રધ્ધાના Page #45 -------------------------------------------------------------------------- ________________ jainology | સંકલ્પોને જાણી લીધા. યક્ષનો ઉપદ્રવઃ–પોતાની પ્રતિષ્ઠા ખાતર તે યક્ષે અર્જુનના શરીરમાં પ્રવેશ ક્યોં તડાતડ બંધનો તોડી નાખ્યા અને કાષ્ઠની તે પ્રતિમાના હાથમાં રહેલું એક મણ અને સાડા બાવીસ સેર અર્થાત્ ૫૭ કિલોનાં લોઢાનું મુલ્ગર ઉપાડયું. મુદ્ગર લઈને ક્રમશઃ છએ પુરુષોને મુદ્ગરના ઘાથી મોત ઘાટ ઉતારી દીધા. અને પછી બેભાન(બેધ્યાન) બનીને તેણે બંધુમતી ભાર્યાને પણ મોતને ઘાટ ઉતારી દીધી અર્જુનના શરીરમાંથી યક્ષ ન નીકળ્યો તેથી યક્ષાવિષ્ટ (પાગલ) બનેલો તે અર્જુન રાજગૃહી નગરીની બહાર ચારેય તરફ ફરતાં–ફરતાં ૬ (છ) પુરુષ અને એક સ્ત્રીની હંમેશને માટે ઘાત કરવા લાગ્યો. રાજા શ્રેણિક પણ એ યક્ષની સામે કંઈ જ ઉપાય ન કરી શક્યા. નગરમાં ઘોષણા કરાવી કે કોઈ વ્યક્તિ કોઈ પણ કામ માટે નગરની બહાર નહીં જાય કારણ કે નગરની બહાર યક્ષાવિષ્ટ 45 આગમસાર અર્જુન માળી મુદ્ગર લઈને ફરી રહયો છે. અને મુદ્ગરના પ્રહારથી સ્ત્રી–પુરુષોને મારી નાખે છે. આ પ્રમાણે તેણે પાંચ મહિના અને તેર દિવસમાં ૧૧૪૧ સ્ત્રી પુરુષોના પ્રાણ હર્યા. આ સંખ્યા મૂળ પાઠમાં નથી પણ શ્રેણિકચરિત્રમાં મળે છે. : ભગવાનનું પદાર્પણ :– વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યા. તેઓ ગુણશીલ બગીચામાં બિરાજયા. નગરના લોકોને સમાચાર મળ્યા. પરંતુ યક્ષાવિષ્ટ અર્જુનના ભયથી કોઈ પણ ભગવાનની પાસે જવા માટે તૈયાર ન થયાં. બધાં અંદરો–અંદર એક–બીજાને પણ ના પાડવા લાગ્યા. સુદર્શન શ્રાવકની અદ્ભુત પ્રભુ ભક્તિ :– તે નગરીમાં સુદર્શન શ્રાવક ૨હેતા હતા. જે આગમ વર્ણિત શ્રાવકનાં બધાં જ ગુણોથી યુક્ત હતા; દઢ ધર્મી અને પ્રિય ધર્મી હતા. જ્યારે તેમણે ભગવાનના આગમનની વાત સાંભળી ત્યારે તેમણે દર્શન કરવા જવાનો સંકલ્પ ક્યોં. માતા–પિતા પાસે આજ્ઞા માંગી. ઉત્તર-પ્રત્યુત્તર થયા, પિતાનું કહેવું હતું કે અહીંથી જ ભગવાનને વંદન કરી લો. બહાર યક્ષનો પ્રકોપ છે, પ્રભુ કેવલજ્ઞાની છે. માટે તમારા વંદન સ્વીકારી લેશે. પરંતુ સુદર્શનના ઉત્તરમાં દઢતા હતી કે જ્યારે નગરીની બહાર જ ભગવાન પધાર્યા છે તો તેમની સેવામાં જઈને જ દર્શન કરવા જોઇએ. ઘેર બેસીને તો હંમેશાં દર્શન કરીએ છીએ. અત્યંત આગ્રહ ર્યા પછી આજ્ઞા મળી ગઈ. નગરીની બહાર અર્જુનનો ઉપદ્રવ તો હતો જ. કેટલાક ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓ એ જ આશામાં હતાં કે કોઈને કોઈ ધર્મવીર અવશ્ય માર્ગ કાઢશે. સુદર્શનને જતાં જોઈને કેટલાયે લોકોએ આશા બાંધી. કારણ કે નગરમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. ધીર, વીર, ગંભીર, અલ્પભાષી સુદર્શન એકલા જ નગરની બહાર નીકળ્યા. ગુણશીલ બગીચામાં જવાની દિશાના માર્ગમાં જ યક્ષાવિષ્ટ અર્જુન માળીનો પડાવસ્થાન અર્થાત્ મુદ્ગરપાણિનું યક્ષાયતન આવ્યું. અર્જુનમાળીએ દૂરથી સુદર્શનને પોતાની તરફ આવતાં જોયા. તે ઉઠયો અને સુદર્શન તરફ મુન્દ્ગર ફેરવતો ચાલ્યો. ભક્તિની અનુપમ શક્તિ :- સુદર્શન શેઠે યક્ષાવિષ્ટ અર્જુનને દૂરથી આવતો જોઈને શાંતિથી ભૂમિ પ્રમાર્જન કરીને બેસી ગયા. અરિહંત–સિદ્ધને નમસ્કાર કરીને સાગારી સંથારો ધારણ ર્યો. ઉપસર્ગથી મુક્ત થવાનો આગાર રાખ્યો. યક્ષાવિષ્ટ અર્જુન નજીક આવ્યો અને જોયું કે સુદર્શન પર મુગરનો પ્રહાર લાગતો નથી. તેણે ચારેય તરફ મુન્દ્ગરને ઘુમાવીને તેનાથી મારવાનો પ્રયત્ન ર્યો. પરંતુ મુદ્ગર આકાશમાં જ સ્થિર થઈ ગયું પરંતુ સુદર્શન ઉપર પડ્યો નહીં. ત્યારે સુદર્શન પાસે જઈને યક્ષ તેને એકી ટસે જોવા લાગ્યો. તો પણ કંઈ જોર ચાલ્યું નહીં એટલે એ યક્ષ અર્જુન માળીના શરીરમાંથી નીકળી ને મુગર લઈને ચાલ્યો ગયો. ઉપદ્રવની સમાપ્તિ :– યક્ષના નીકળી જવાથી અર્જુનનું દુર્બલ બનેલું શરીર ભૂમિ પર પડી ગયું. ઉપસર્ગની સમાપ્તિ થઈ એમ જાણીને સુદર્શન શ્રમણોપાસક પોતાના વ્રત–પ્રત્યાખાનથી નિવૃત્ત થયા. અર્જુનની સારસંભાળ કરી. થોડી જ વારમાં સ્વસ્થ થઈને તે ઉઠયો અને તેણે સુદર્શનને પૂછ્યું કે તમે કોણ છો ? અને ક્યાં જાઓ છો ? ઉત્તરમાં સુદર્શને પોતાના મંતવ્યો પ્રગટ ર્યાં. અર્જુનમાળી પણ ભગાવનના દર્શન કરવા માટે સાથે ચાલ્યો. ખબર ફેલાતા વાર ન લાગી. નગરીના લોકોએ મુગરને જતાં જોઈ લીધું. સુદર્શન અને અર્જુનની પાછળ લોકોના ટોળેટોળા પણ ભગવાનના દર્શન કરવા પહોંચી ગયાં. સુદર્શન અને અર્જુન સહિત વિશાળ પરિષદને ભગવાને ધર્મોપદેશ આપ્યો. અર્જુનની દીક્ષા :– - અર્જુનમાળીનું અંધકારમય જીવન ભગવાનની વાણીથી પ્રકાશમય બની ગયું. વીતરાગ ધર્મમાં તેને શ્રદ્ધા અને રુચિ થઈ. સંયમ અંગીકાર કરવો, એમ એણે જીવન માટે સાર્થક સમજ્યું. તેની પત્ની બંધુમતી તો મરી જ ચુકી હતી. તેને એક પણ સંતાન ન હતું. ભગવાન સમક્ષ પોતાના સંયમ લેવાના ભાવો પ્રગટ ર્ડા. ભગવાનની સ્વીકૃતિ મળી ગઈ. તે જ સમયે લોચ ર્યો; વસ્ત્ર પરિવર્તન ર્યા અને ભગવાન સમક્ષ પહોંચ્યા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તેને સંયમનો પાઠ ભણાવ્યો. અહીં આજ્ઞા લેવાનું વર્ણન નથી. કદાચ રાજાની આજ્ઞાથી દીક્ષા આપી દેવામાં આવી હશે. અર્જુન અણગારને પરિષહ ઉપસર્ગ :– અર્જુન અણગારે સંયમ વિધિ અને સમાચારીનું સંક્ષેપમાં જ્ઞાન મેળવ્યું. આજીવન નિરંતર છઠ – છઠ પારણા કરવાની પ્રતિજ્ઞા કરી અર્થાત્ દીક્ષા લઈને જ છઠના પારણે છઠની તપશ્ચર્યા પ્રારંભી દીધી. પ્રથમ પારણામાં ભગવાનની આજ્ઞા લઈને સ્વયં જ ગોચરી માટે ગયા રાજગૃહીમાં જ અર્જુન માળીએ ૧૧૪૧ મનુષ્યોની હત્યા કરી હતી. આજે એ જ અર્જુન અણગાર તે જ નગરીમાં ભિક્ષા માટે નીકળ્યા. માર્ગમાં ચાલતી વખતે અથવા કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતી વખતે તેની આસ-પાસ કેટલાય બાળકો, જુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો વગેરે આવીને આ પ્રમાણે કહેવા લાગ્યા – આ અર્જુને મારા પિતાને માર્યા, તેણે મારા ભાઈને માર્યો, તેણે મારી બહેનને મારી, એવું કહેવા લાગ્યા, કેટલાક લોકો તાડન–પીડન કરી પરેશાન કરતાં; કેટલાક માર-પીટ કરતાં, ધકકા મારતાં, અને પથ્થર ફેંકતાં, તે બધા ને અર્જુનમુનિ સમભાવથી સહન કરતા મનમાં પણ કોઈ પ્રત્યે રોષ ભાવ ન કરતાં, આર્તધ્યાનથી મુક્ત થઈને શાંત અને ગંભીરભાવોને ધારણ કરીને અર્જુન અણગારે છઠના પારણામાં ભિક્ષાર્થે ભ્રમણ કર્યું. આ પ્રકારની પરિસ્થિતિમાં રાજગૃહી નગરમાં તેને ખૂબ જ મુશ્કેલીથી આહાર–પાણી મળ્યા. જે કંઈ પણ મળ્યું તેમાં જ સંતોષ માની ઉદ્યાનમાં પાછા ફર્યા. ભગવાન પાસે Page #46 -------------------------------------------------------------------------- ________________ 46 (૩). આગમસાર–પૂર્વાર્ધ પહોંચીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. દોષોની આલોચના કરી અને આહાર દેખાડ્યો. પછી ભગવાનની આજ્ઞા લઈને રાગ-દ્વેષના ભાવોથી રહિત થઈને તે આહાર પાણી વાપર્યા. અર્જુન અણગારની મુક્તિઃ - અર્જુન અણગારે આ પ્રમાણે છ મહિના સુધી શુદ્ધ સંયમનું પાલન કર્યું. છઠના પારણે છઠ અને સમભાવોથી તેણે પોતાના કર્મોના દલિકો તોડી નાખ્યાં અલ્પ દીક્ષા પર્યાય અને પંદર દિવસના સંથારા વડે અર્જુન મુનિએ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ કરી. શિક્ષા–પ્રેરણા:-(૧) લલિત ગોષ્ઠી પર અંકુશ ન મૂકવાને કારણે રાજાશ્રેણિકની રાજધાનીના નાગરિકોમાં અશાંતિ વધી અને સેંકડો લોકોનો સંહાર થયો. (૨) તીર્થકર ભગવાનના પગલાં થયા પછી તે ક્ષેત્રમાં થઈ રહેલા ઉપદ્રવ કે રોગાતંક કોઈપણ નિમિત્તે શાંત થઈ જાય છે. અર્જુનનો ઉપદ્રવ પણ સુદર્શન શ્રાવકના નિમિત્તથી દૂર થયો. મૂળ કારણ તો ભગવાનનું આગમન જ સમજવું જોઈએ. જેના કારણે દૈવી શક્તિ પણ સ્તબ્ધ થઈ ગઈ. કોઈ પણ વ્યક્તિના ભૂતકાળના જીવન પરથી વર્તમાન સમયમાં તેના પર ધૃણા કરવી સનતા નહિ પરંતુ દુર્જનતા છે.દિશા બદલતાં જ વ્યક્તિની દશા બદલાઈ જાય છે. ભૂતકાળની દષ્ટિથી જ વ્યક્તિને જોતાં રહેવું એ માનવની એક તુચ્છ અને મલિન વૃત્તિ છે. વ્યક્તિનો ક્યારે કેટલો વિકાસ થાય છે. એ વાતનો પણ વિવેક રાખવો જોઇએ. પાપીમાં પાપી પ્રાણી પણ પોતાનું જીવન પરિવર્તિત કરી નાખે છે. પ્રદેશ રાજા, અર્જુન માળી, પ્રભવ ચોર ઇત્યાદિક અનેક તેનાં ઉદાહરણો છે. કવિનાં શબ્દોમાં – ધૃણા પાપ સે હો, પાપી સે નહિં કભી લવલેશ ભૂલ સૂજાકર ન્યાય માર્ગમે, કરો યહી યત્નશ. (૪) કોઈ પણ ધાર્મિક વ્યક્તિ કે માનવ અથવા પ્રાણી માત્રથી ધૃણા કરવી કે તેની નિંદા કરવી, એ નિમ્ન કક્ષાના લોકોનું કામ છે.સજજન અને વિવેકી ધર્મજનન એ જ કર્તવ્ય છે કે તે કોઈ પણ વ્યક્તિની નિંદા કે ઘણા ન કરે અને નિંદાનો વ્યવહાર પણ ન કરે. પાપ અથવા પાપમય સિદ્ધાંતની નિંદા કરવી કે ધૃણા રાખવી તે ગુણ છે અને વ્યક્તિથી ધૃણા કરવી તે અવગુણ અને અધાર્મિકતા છે. (૫) ભગવાને સેંકડો માનવોનાં હત્યારા અર્જુન પ્રત્યે જરાપણ ધૃણા કે છૂતાછૂત જેવો વ્યવહાર ન કર્યો. ભગવાનની વાત તો દૂર રહી, પરંતુ તેનો એક ઉપાસક(સુદર્શન શેઠ) પણ તેને દુષ્ટ, હત્યારા જેવા શબ્દ પ્રયોગ વડે નથી ધુત્કાર્યો. પરંતુ તેની તત્કાળ સેવા-પરિચર્યા કરી છે. તેને ભગવાનના સમવસરણમાં પોતાની સાથે લઈ ગયા. અને ભગવાને પણ તેને તે જ દિવસે તે જ હાલતમાં પોતાની શ્રમણ સંપદામાં ગ્રહણ કરી લીધો હતો. આ દષ્ટાંત દ્વારા આપણને હૃદયની વિશાળતાનો આદર્શ શીખવા મળે છે. જેને આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને તુચ્છતા તેમજ સંકુચિત્તતા આદિ અવગુણોને તિલાંજલિ આપવી જોઇએ. અર્જુને અલ્પ સમયમાં જ પોતાના જીવન અને વિચારોને તીવ્ર ગતિથી ફેરવી નાખ્યા. આજે આપણે પણ આપણી સાધનામાં માન-અપમાન, ઈર્ષ્યા-દ્વેષ, કષાય આદિ પ્રવૃત્તિઓનું ઉપશમન કરવામાં અને પોતાના આત્માને સમભાવોમાં તેમજ સહજ ભાવોમાં સંલગ્ન કરવામાં ઢીલ ન કરવી જોઇએ.વર્ષો સુધીનું ધાર્મિક જીવન પર્યાય કે શ્રમણ પર્યાય વીતી જાય તેમ છતાં પણ આપણે ક્યારેક તો અશાંત બની જઈએ છીએ; ક્યાંક આપણે માન-અપમાનની વાતો કરીએ છીએ તો ક્યારેક બીજા લોકોના વ્યવહારની ચર્ચા કરીએ છીએ; કોઈની નિંદામાં અને તિરસ્કારમાં રસ લઈએ છીએ; જીવનની થોડીક અને ક્ષણિક સુખમય ક્ષણોમાં આપણે ફૂલી જઈએ છીએ, તો ક્યારેક મુર્જાઈને પ્લાન અને ઉદાસીન બની જઈએ છીએ. આ સર્વ વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ માર્ગથી ભટકવા સમાન છે.ચલિત થવા બરાબર છે. એનાથી સંયમની સફળતા કે ધર્મ જીવનની સફળતા ન મળી શકે. આપણા આત્મ પ્રદેશના કણ-કણમાં અને વ્યવહારિક જીવનમાં જ્યારે ધાર્મિકતા, ઉદારતા, સરળતા, નમ્રતા, શાંતિ ક્ષમાં, વિચારોની પવિત્રતા અને પાપી–ધર્મી બધા પ્રત્યે સહજ સ્વાભાવિકતાનો વ્યવહાર આવશે, ત્યારે જ અર્જુન અને ગજસુકુમાર જેવા ઉદાહરણો સાંભળવાનો આપણને સાચા અર્થમાં લાભ પ્રાપ્ત થશે. (૮). ભલે ને ગૃહસ્થ જીવન હોય કે સંયમ જીવન, ધર્મના આચરણો દ્વારા આપણા જીવનમાં શાંતિ, પ્રેમ, મૈત્રી, માધ્યસ્થ ભાવોની અને સમભાવોની વૃદ્ધિ થવી જોઇએ. એથી વિપરીત જો કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અશાંતિ, અપ્રેમ, અમૈત્રી, વિપરીત ભાવ તે સમજવું જોઈએ કે આત્મામાં ધર્મને સાચા અર્થમાં પરિણમન થયું નથી. પરંતુ આ ધર્માચરણ માત્ર દેખાવ પૂરતું કે દ્રવ્ય આચરણરૂપ જ છે. આ જાણીને પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ધર્મનો સાચા અર્થમાં લાભ અને સાચો આનંદ લેવા માટે આત્માને હંમેશને માટે સુસંસ્કારોથી સિંચિત કરતા રહેવું જોઇએ. પોતાના દુર્ગુણો અને અવગુણોને શોધી–શોધીને કાઢવાનો પ્રયત્ન કરવો જોઇએ અને આત્મ ગુણોની વૃદ્ધિ કરવી જોઇએ. (૯) સુદર્શન શ્રાવકના જીવનમાંથી ધર્મપ્રેમની ઉત્કૃષ્ટતા, દઢતા અને નિર્ભીકતાનો બોધપાઠ લેવો જોઇએ. ગંભીરતા અને વિવેક તથા સંકટમાં પણ શાંતિ સહ સંથારો કરવાની શિક્ષા પણ લેવી જોઇએ. (૧૦) એક જ ઉત્તમ વ્યક્તિ આખાયે નગરને સુખી અને ઘરને સ્વેગ સમાન બનાવી દે છે,અને અધર્મી વ્યક્તિ સારાયે નગરને સંકટમાં નાખી દે છે અને ઘરને નર્કમય બનાવી દે છે. તેથી પોતાની જવાબદારી જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી કોઈમાં પણ કુસંસ્કાર કે અન્યાય, અનીતિ વૃદ્ધિ ન પામે એનો વિવેક અવશ્ય રાખવો જોઈએ. (૧૧) લલિતગોષ્ટીના કરતૂતોથી નાગરિકન હેરાન પરેશાન થઈ ગયાં હતાં અને અંતમાં યક્ષના ઉપદ્રવના ભયાનક સંકટથી ગ્રસ્ત બન્યાં. (૬) Page #47 -------------------------------------------------------------------------- ________________ jainology | 47 આગમસાર (૧૨) સુદર્શન શ્રમણોપાસકના કર્તવ્યથી નગરમાં હર્ષ—હર્ષ થઈગયો, શ્રેણિક રાજાની ચિંતા પણ ટળી ગઈ અને અર્જુનનો પણ બેડો પાર થઈ ગયો. (૧૩) આપણને પણ ભગવાનની વાણી રૂપ શાસ્ત્ર શ્રવણ અને ગુરુ ભગવંતો જેવાં જ્ઞાનીઓનો શુભ સંયોગ મળ્યો છે. તેથી આપણો પણ બેડો પાર થઈ જ જવો જોઇએ. તેમ જાણી જે સાધક ધર્માચરણ અને ભાવોની વિશુદ્ધિમાં વૃદ્ધિ કરીને આત્મ ઉન્નતિ કરશે તેનો અવશ્ય બેડો પાર થશે. શ્રાવક ભાવના : ધન્ય હૈ મુનિવર મહાવ્રત પાલતે સદ્ભાવસે – સર્વ હિંસા ત્યાગ કર વે જી રહે સમભાવ સે, હૈ મહાવ્રત લક્ષ્ય મેરા કિન્તુ અભી વે દુઃસાધ્ય હૈ – અણુવ્રત કા માર્ગ મુજકો સરલ ઔર સુસાધ્ય હૈ. 'છઠ્ઠો દિવસ' 'છઠ્ઠો વર્ગ' ૪ થી ૧૪ અધ્યયન પ્રથમ અધ્યયનમાં વર્ણવાયેલ "મકાઈ શેઠ" ની જેમ ૪. કાશ્યપ ૫. ક્ષેમક ૬. ધૃતિધર ૭. કૈલાશ ૮. હરિચન્દન ૯. વારતક ૧૦. સુદર્શન ૧૧. પૂર્ણભદ્ર ૧૨. સુમનભદ્ર ૧૩. સુપ્રતિષ્ઠિત ૧૪. મેઘ. આ અગિયાર ગાથાપતિ શેઠોનું ગૃહસ્થ જીવન, વૈરાગ્ય, ભગવાન મહાવીર પાસે દીક્ષા, અગિયાર અંગનું જ્ઞાન અને તપ, સંથારો તથા મોક્ષ જવા સુધીનું વર્ણન છે. વિશેષતા એ છે કે :– ૪. કાશ્યપ શેઠ રાજગૃહી નગરીના નિવાસી હતા તેમણે ૧૬ વર્ષ સુધી સંયમ પાળ્યો. ૫. ક્ષેમક શેઠ અને ૬. વૃતિધર શેઠ કાંકંદીના નિવાસી હતા. દીક્ષા પર્યાય ૧૬ વર્ષનો હતો. (૭–૮) કૈલાશ શેઠ અને હરિચન્દન શેઠ સાકેત નગરના નિવાસી હતા. તેઓએ બાર વર્ષ સુધી દીક્ષા પાળી. (૯.) વારતક શેઠ રાજગૃહીના નિવાસી હતા. બાર વર્ષ સુધી સંયમ પાળ્યો. (૧૦ – ૧૧) સુદર્શન શેઠ અને પૂર્ણભદ્ર શેઠ વાણિજ્ય ગ્રામ નામક નગરના નિવાસી હતા અને દીક્ષા પર્યાય પાંચ વર્ષનો હતો. (૧૨.) સુમનભદ્ર શેઠ શ્રાવસ્તીના નિવાસી હતા. તેમનો દીક્ષા પર્યાય અનેક વર્ષનો હતો. ૧૩. સુપ્રતિષ્ઠિત શેઠ શ્રાવસ્તી નગરીના રહેવાસી હતા. સતાવીશ વર્ષનો તેમનો દીક્ષા પર્યાય હતો. (૧૪.) મેઘ નામના શેઠ રાજગૃહીના નિવાસી હતા. તેમનો દીક્ષા પર્યાય ઘણાં વર્ષોનો હતો. તેઓ બધા વિપુલ વર્પત પર એક મહિનાનો સંથારો આદરી સિદ્ધ થયા. ૧૫મું અધ્યયન – એવંતા મુનિવર = પોલાસપુરી નગરીમાં વિજય રાજા રાજ્ય કરતા હતા. તેમની શ્રીદેવી નામની રાણી હતી. તેણે એક સુંદર સુકુમાર પુત્રને જન્મ આપ્યો. જેનું નામ અતિમુક્તકુમાર રાખ્યું. તેનું પ્રસિદ્ધ નામ ''એવંતા'' છે. ગૌતમ ગણધર અને બાળક એવંતાકુમાર :– ભગવાન મહાવીર વિચરણ કરતાં-કરતાં તે નગરીમાં પધાર્યા. એક દિવસ ભગવાનના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી છઠના પારણા માટે ગોચરી પધાર્યા. એવંતાકુમાર હજી બાલ્યાવસ્થામાંથી પસાર થઈ રહ્યા હતા. કલાચાર્ય પાસે અભ્યાસ માટે નહોતા મોકલ્યા. તેથી આઠ વર્ષની આસપાસ તેની ઉંમર હતી. તેઓ પોતાના મિત્રો, બાળક–બાલિકાઓ સાથે ઘેરથી નીકળ્યા અને રાજભવનની નજીક જ રહેલાં ક્રીડા સ્થાનમાં રમતના મેદાનમાં જઈને રમવા લાગ્યા. ગૌતમ સ્વામી તે ખેલના મેદાનની બાજુમાંથી પસાર થયા. એવંતાની દૃષ્ટિ ગૌતમ અણગાર પર પડી. તેનું મન રમત છોડીને ગૌતમ સ્વામી તરફ ખેંચાઈ ગયું. તે ગૌતમ અણગારની નજીક પહોંચ્યો અને પૂછવા લાગ્યો કે– તમે કોણ છો? અને શા માટે ફરી રહ્યા છો? ગૌતમ અણગારે બાળકની વાતની ઉપેક્ષા ન કરી. બરાબર ઉત્તર આપ્યો કે અમે શ્રમણ નિગ્રંથ છીએ. અર્થાત્ જૈન સાધુ છીએ. અને ભિક્ષા દ્વારા આહાર–પાણી લેવા માટે ભ્રમણ કરીએ છીએ. એવંતા કુમાર મૂળ અને સાચો હેતું સમજી ગયો અને અવિલંબ તેણે નિવેદન ક્યું કે – તમે મારા ચાલો, હું આપને ભિક્ષા અપાવીશ. એવું કહીને ગૌતમ ગણધરની આંગળી પકડી લીધી અને પોતાને ઘેર લઈ જવા લાગ્યો. શ્રીદેવીનું સુપાત્ર દાન અને વ્યવહાર :– એવંતાની માતા શ્રીદેવીએ દૂરથી જ ગૌતમ સ્વામીને આવતા જોઈ લીધા. તે અતિ હર્ષિત થઈ. આસન પરથી ઊભી થઈને સામે આવી. ગૌતમ સ્વામીની નજીક આવીને ત્રણ વાર આવર્તન સાથે વંદન—નમસ્કાર રૂપે અભિવાદન ક્યું અને પછી રસોઈઘરમાં લઈ ગઈ. પ્રસન્નતા અને વિવેકપૂર્વક ઇચ્છિત આહાર પાણી ગૌતમ સ્વામીને વહોરાવ્યા અને તેમને સન્માન પૂર્વક વિદાય આપી. એવંતાકુમાર આ બધુ જોઈને મનમાં ખુશ થઈ રહ્યા હતા, કે હું જેને લઈ આવ્યો છું તે મારા પિતા રાજા કરતાં પણ ખૂબ જ મોટા વ્યક્તિ છે. જેમનું મારી માતાએ ભક્તિપૂર્વક સ્વાગત ર્યું અને પ્રણામ ર્યાં. એવંતાની જિજ્ઞાસા અને ભગવાનના દર્શન ગૌતમ સ્વામી ઘેરથી જેવા બહાર નીકળ્યા કે તરત જ એવંતાએ પૂછ્યું કે તમે ક્યાં રહો છો? ક્યાં જાઓ છો ? ગૌતમ સ્વામીએ એવંતાના પ્રશ્નોની ઉપેક્ષા ન કરતાં, સ્પષ્ટીકરણ ક્યું કે નગરની બહાર શ્રીવન બગીચામાં અમારા ધર્મગુરુ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજી રહ્યા છે. ત્યાં અમે રહીએ છીએ. ત્યાં હું જઈ રહ્યો છું. ગૌતમ સ્વામીની વાતો અને દર્શન વ્યવહારથી એવંતાકુમારને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. આથી તેણે ગૌતમસ્વામીને નિવેદન ક્યું કે હું પણ તમારી સાથે ભગવાનના ચરણ–વંદન કરવા આવું છું. ગૌતમ સ્વામીએ સાધુ ભાષામાં તેમને સ્વીકૃતિ આપી. એવંતાકુમાર ગૌતમ સ્વામીની સાથે જ ભગવાનની સેવામાં પહોંચીને વિધિ સહિત વંદન કરી ભગવાનની સમીપ બેસી ગયા. ગૌતમ સ્વામી ભગવાનને આહાર બતાવીને પોતાના સ્થાને ચાલ્યા ગયા. = એવતાને વૈરાગ્યનો રંગ ઃ– ભગવાને અવસર જાણીને એવંતાને લક્ષ્યમાં રાખીને અને બીજા પણ ત્યાં ઉપસ્થિત શ્રોતાઓને ધ્યાનમાં રાખીને વૈરાગ્યમય ધર્મોપદેશ આપ્યો. ભગવાનના સરળ સીધા વાક્યો એવંતાના હૃદયમાં સોંસરવા ઉતરી ગયા. તેનો તે દિવસ અને સંયોગ ધન્ય બની ગયા. અલ્પ સમયના સત્સંગે તેના દિલમાં સંયમ લેવાનાં દઢ સંકલ્પને ભરી દીધો. તેના ભીતરમાં છેક સુધી વૈરાગ્યનો રંગ પ્રસરી ગયો. ભગવાન પાસેથી સંયમની સ્વીકૃતિ લઈને તે ઘરે પહોચ્યો. માતા–પિતાને સર્વ વૃતાંત કહી સંભળાવ્યો. માતા ખૂબ જ ખુશ થઈ અને તેની પ્રશંસા કરી અને અંતે દીક્ષા લેવાની વાત પણ તેમને કહી સંભળાવી. Page #48 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 48 માતાની સાથે સંવાદ :–શ્રીદેવી માતા તેની વાતની ઉપેક્ષા કરી કહેવા લાગી કે હજી તો તું નાસમજ અને નાદાન છે. તું હમણાંથી દીક્ષા અને ધર્મમાં શું સમજે? એમ કહીને તેને ટાળવાનો પ્રયાસ ર્યો. પરંતુ એવંતાકુમાર વાસ્તવમાં જ નિર્ભીક બાળક હતો. તેણે અપરિચિત્ત ગૌતમ સ્વામી સાથે વાત કરવામાં પણ હિચકિચાટ નહતો અનુભવ્યો. તો પછી માતાની સામે તેને શું સંકોચ થાય ? અને કરે પણ શા માટે ? તેણે તરત જ પોતાની વાત માતાની સમક્ષ મૂકી દીધી. એવંતા : હે માતા ! તમે મને નાસમજ કહીને મારી વાતને ટાળવા ઇચ્છો છો. પરંતુ હે માતા ! હું – ''જે જાણું છું તે નથી જાણતો અને નથી જાણતો તે જાણું છું'' માતા વાસ્તવમાં વાતને ટાળવા ઇચ્છતી હતી. પરંતુ એવંતાના આ વાક્યોએ માતાને મુંઝવી દીધી. તે પણ આ વાક્યોનો અર્થ ન સમજી શકી અને એવંતાને આવા પરસ્પર વિરોધી વાક્યોનો અર્થ પૂછવા લાગી. એવંતાએ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી શિક્ષા ગ્રહણ કરી હતી અને સ્વયં એક બુદ્ધિનિધાન અને હોંશિયાર વ્યક્તિ હતા. માતાની મુંઝવણનું સમાધાન કરતાં તેણે કહ્યું કે :– એવંતા :૧.હે માતા-પિતા! હું જાણું છું કે જે જન્મ્યો છે તે અવશ્ય મરવાનો છે. હું પણ અવશ્ય મરીશ પરંતુ ક્યારે, ક્યાં અને કેવી રીતે મરીશ એ હું નથી જાણતો અર્થાત્ આ ક્ષણભંગુર વિનાશી મનુષ્યનું શરીર ક્યારે સાથ છોડી દેશે, ક્યારે મૃત્યું થશે, તે હું નથી જાણતો. ૨. હે માતા પિતા! હું એ નથી જાણતો કે હું મરીને ક્યાં જઈશ? કઈ ગતિ કે યોનિમાં જન્મવું પડશે? પરંતુ હું એ જાણું છું કે જીવ જેવા કર્મો આ ભવમાં કરે છે તે અનુસાર તેને ફળ મળે છે. તદ્નુસાર જ તે એવી ગતિ અને યોનિમાં ઉત્પન્ન થશે. અર્થાત્ જીવ સ્વકૃત કર્માનુસાર જ નરક–સ્વર્ગ આદિ ચતુર્ગતિમાં જન્મે છે, તે હું જાણું છું. ઉત્તરનો સાર ઃ– તેથી હે માતા–પિતા ! ક્ષણભંગુર અને નશ્વર એવા માનવ ભવમાં શીધ્ર ધર્મ અને સંયમનું પાલન કરી લેવું જોઇએ. એ જ બુદ્ધિમાની છે. આમ કરવાથી, ક્ષણિક એવા આ માનવ ભવનો અપ્રમત્તતા પૂર્વક ઉપયોગ થઈ જશે. અને મર્યા પછી પણ પરિણામ સ્વરૂપ સદ્ગતિ જ મળશે. આ રીતે સંયમ ધર્મની આરાધનાથી જીવ સ્વર્ગ અથવા મુક્તિગામી જ બને છે. અન્ય બધાં જ દુર્ગતિના માર્ગો બંધ થઈ જાય છે. તેથી હે માતાપિતા ! હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે દીક્ષિત થવા ઇચ્છું છું, તમે મને આજ્ઞા આપો. આ પ્રમાણે એવંતાએ પોતાના વાક્યોની સત્યતા સાબિત કરી આપી કે– (૧.) જે હું જાણું છું તે નથી જાણતો અને (૨.) જે નથી જાણતો તે હું જાણું છું. (જં ચેવ જાણામિ, તં ચેવ ન જાણામિ, જં ચેવ ન જાણામિ, તેં ચેવ જાણામિ ) એવંતા રાજા :– અન્ય પ્રકારે પણ માતા–પિતાએ તેને સમજાવવાનો અને ટાળવાનો પ્રયત્ન ર્યો. પરંતુ એવંતાની રુચી અને લગન અંતરની સમજપૂર્વકની હતી. તેનો નિર્ણય સબળ હતો. આથી માતા–પિતા તેના વિચારો પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યા. ત્યારે તેમણે કેવલ પોતાના મનની સંતુષ્ટિ માટે એતાને એક દિવસનું રાજ્ય આપ્યું અર્થાત્ એવંતાનો રાજ્યાભિષેક કરી પોતાની હોંશ અને તમન્ના પૂરી કરી. એવંતા એક દિવસ માટે રાજા બન્યો પરંતુ બાળક હોવા છતાં પણ તેની દિશા તો બદલાઇ જ ચૂકી હતી. તે બાલ રાજાએ માતા–પિતાના પૂછવાથી પોતાની દીક્ષા સંબંધી આદેશ આપ્યો. એવંતાની દીક્ષા : માતા–પિતાએ પોતાની ઇચ્છાનુસાર તેનો દીક્ષા મહોત્સવ ર્યો અને ભગવાન મહાવીરની સમક્ષ લઈ જઈને શિષ્યની ભિક્ષા અર્પિત કરી. અર્થાત્ તે બાલકુમાર એવંતાને દીક્ષિત કરવાની અનુમતિ આપી દીધી. ભગવાને તેમને દીક્ષાપાઠ ભણાવ્યો અને સંક્ષેપમાં સંયમ આચારનું જ્ઞાન અને અભ્યાસ કરાવ્યા. એવંતા મુનિની દ્રવ્ય નૈયા તરી :– એક દિવસ વર્ષાઋતુમાં વર્ષા વરસ્યા પછી શ્રમણ શૌચ ક્રિયા માટે નગરની બહાર જઈ રહ્યા હતા. એવંતામુનિ પણ સાથે ગયા. નગરની બહાર થોડા દૂર આવીને પાત્રી અને પાણી આપીને તેને બેસાડી દીધો. અને તે શ્રમણ થોડે દૂર ચાલ્યા ગયા. કુમાર શ્રમણ શૌચ ક્રિયાથી નૃિવત થઈને સૂચિત્ત કરાયેલી જગ્યાએ જઈને શ્રમણોની પ્રતિક્ષા કરવા લાગ્યા. ત્યાં એક તરફ વર્ષાનું પાણી મંદગતિથી વહીને જઈ રહ્યું હતું. તે જોઈને એવંતા મુનિને ક્ષણભર માટે બાલ્યભાવ જાગી ઉઠયો. તેમાં તે સંયમ સમાચારીને ભૂલી ગયા. આજુ-બાજુની માટી લીધી અને પાણીનાં વહેણને રોકી દીધું. તે રોકાયેલા પાણીમાં પાત્રી મૂકી તેને ધક્કા મારીને આ પ્રમાણે બોલવા લાગ્યા કે – મારી નાવ તરે છે... મારી નાવ તરે છે....! આ પ્રમાણે ત્યાં રમતાં રમતાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા. થોડી જ વારમાં અન્ય સ્થવિરો પણ શૌચ ક્રિયાથી નિવૃત થઈને આવી પહોંચ્યા દૂરથી જ તેમણે એવંતાકુમાર શ્રમણને રમતાં જોઈ લીધો. નજીક આવ્યાં ત્યારે એવંતા મુનિ પોતાની રમતથી નિવૃત થઈને તેમની સાથે ચાલવા લાગ્યા. સ્થવિરનું સમાધાન :–શ્રમણોના મનમાં એવંતામુનિનું એ દૃશ્ય ભમવા લાગ્યું તેઓ ભગવાન પાસે પહોચ્યા અને પ્રશ્ન ર્યો કે ભંતે ! આપનો અંતેવાસી શિષ્ય એવંતાકુમાર શ્રમણ કેટલા ભવો કરીને મોક્ષ જશે ? ભગવાને ઉત્તર આપતાં કહ્યું કે હે આર્યો ! આ કુમાર શ્રમણ એવંતા આ જ ભવમાં મોક્ષમાં જશે. તમે લોકો તેનાથી કોઈપણ જાતની ધિક્કાર, ધૃણા કે કુતૂહલભાવ ન કરતાં, સમ્યક્ પ્રકારે એને શિક્ષિત કરો અને સંયમ ક્રિયાઓથી તેને અભ્યસ્ત કરો. તેની ભૂલ પર હીન ભાવના કે ઉપેક્ષાનો ભાવ ન લાવતાં બાલશ્રમણની બરાબર સંભાળ લ્યો. વિવેકપૂર્વક જ્ઞાન દાન અને સેવા આદિ કરો પરંતુ તેમની હીનતા, નિંદા, ગર્હ કે અપમાન આદિ ન કરો. ભગવાનના વચનોનો સ્વીકાર કરીને શ્રમણોએ પોતાની ભૂલનો સ્વીકાર ર્યો. શ્રમણ ભગવાનને વંદના નમસ્કાર ર્યા અને એવંતા મુનિનું ધ્યાનપૂર્વક સંરક્ષણ કરવા લાગ્યા અને ભક્તિ પૂર્વક યોગ્ય આહાર–પાણી વગેરે દ્વારા તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. એવંતા મુનિનું મોક્ષગમન :- એવંતા મુનિએ યથાસમય અગિયાર અંગોનું અધ્યયન કંઠસ્થ ર્યું. વિવિધ તપશ્ચર્યામાં પોતાની શક્તિનો વિકાસ ર્યો. ભિક્ષુની બાર પડિમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના કરી; ઘણાં વર્ષો સુધી દીક્ષાનું પાલન કરીને Page #49 -------------------------------------------------------------------------- ________________ 49. આગમસાર jainology અંતે એક માસનો સંથારો કરીને સંપૂર્ણ કર્મોનો ક્ષય ર્યો અને મોક્ષમાં બિરાજમાન થઈ ગયા. શિક્ષા-પ્રેરણા:(૧)ભાગ્યશાળી હળુકર્મી જીવોને સહજ રીતે જ સુસંયોગ અને ધર્માચરણની પ્રાપ્તિ થઈ જાય છે અને સમ્યક્ પુરુષાર્થ દ્વારા તેઓ પોતાને પ્રાપ્ત થયેલા તે સુસંયોગને સફળ બનાવી દે છે. આપણને પણ માનવભવ, શાસ્ત્ર શ્રવણ, મુનિસેવા આદિનો અવસર મળ્યો છે, તે અવસરને સફળ કરવા, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા આળસ, બેદરકારી અને ઉપેક્ષાના ભાવોને હટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૨) એક નાનકડો બાળક પણ જીવન અને ધર્મના સાર પૂર્ણ તથ્યને સરળતાથી સમજી શકે છે અને તેનું સાચા અર્થમાં વિશ્લેષણ કરી શકે છે તો શું આપણે આ નાની શી વાતને પણ હૃદયંગમ ન કરી શકીએ કે – જે જન્મ્યો છે તેને મરવું અવશ્ય પડશે જ. ક્યારે, કેવી રીતે મોત આવશે એની કોઈને કંઈ જ ખબર નથી. જીવ જેવું આચરણ કરશે તે અનુસાર જ ભવિષ્યની ગતિ મળશે તે પણ નક્કી જ છે. આ મામૂલી જેવી લાગતી વાતને આપણે લક્ષ્યપૂર્વક તથા બાળમનિનો આદર્શ સામે રાખીને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ.પોતાની યોગ્યતા અને અવસર અનુસાર જીવન સુધારવામાં, ધર્માચરણમાં અને ભવિષ્યને કલ્યાણમય બનાવવામાં યથા શક્તિ હંમેશા પુરુષાર્થ વધારતાં રહેવું જોઇએ. (૩)એવંતાકુમારની બુદ્ધિમતા અને ઉત્સાહ - ૧. રમત છોડીને રસ્તે ચાલ્યા જતાં મહાત્માને તેમનો પરિચય પૂછવો. પરંતુ તેની મશ્કરી ન કરવી. ૨. ભિક્ષાની વાત જાણીને તરત જ પોતાના ઘેર લઈ જવા માટે નિવેદન કરવું. ૩. ભિક્ષા લઈને નીકળતા મુનિને વિવેકપૂર્વક તેમના નિવાસસ્થાન વિશે પૂછવું. ૪. નિવાસસ્થાન અને ભગવાનનો પરિચય મળતાં તત્કાળ જ તેમની સાથે ચાલી નીકળવું. ૫. ભગવાન પાસે પહોંચીને વિધિવત્ વંદન કરવાં. ૬શાંતિથી બેસી જવું. ૭. ધર્મ અને સંયમની રુચિને ભગવાન સમક્ષ રાખવી. ૮. માતા-પિતા પાસે સ્વંય આજ્ઞા પ્રાપ્તિ માટે નિવેદન કરવું. ૯. ભગવાન પાસેથી મળેલા જ્ઞાનના આધારે ચમત્કારિક જવાબ આપવો. ૧૦. વહેતાં પાણીમાં નાવ તરાવવા માટે પહેલાં પાણી રોકીને પછી પાત્રીને પાણીમાં છોડવી. એવું ન કરે તો પાત્રીની પાછળ પાછળ દોડવું પડે. ૧૧. શ્રમણોને આવતાં જોઈને તે રમતમાંથી તરત જ નિવૃત થઈને ચાલવા માટે તૈયાર થઈ જવું. (૪)વર્ષાઋતુમાં પણ સંતો શૌચ નિવૃતિ માટે બહાર જઈ શકે છે એવું સ્પષ્ટ ઉદાહરણ પ્રસ્તુત અધ્યયનમાં છે. ઉચિત્ત નિર્દોષ ભૂમિ હોવી જરૂરી છે. (૫) બાલ દીક્ષાનો એકાંત વિરોધ કરવો એ અનઆગમિક છે. વિવેકની આવશ્યકતા સર્વત્ર સ્વતઃ સિદ્ધ છે. અનેકાંત સિદ્ધાંતોને પામીને કોઈપણ વ્યવહારિક પ્રવૃત્તિમાં એકાંત આગ્રહ ન રાખવો જોઇએ. ૮ વર્ષ, ૧૬ વર્ષ, પાછળી વય અર્થાત્ હજાર વર્ષની ઉંમરમાં પણ માત્ર ૧૦-૨૦ વર્ષ સંયમ પાળનાર વ્યક્તિઓના ઉદાહરણો આ આગમમાં છે. શેઠ, રાજા, રાણી, રાજકુમાર, માળીના દીક્ષિત થવાના અને મોક્ષ જવાના ઉદાહરણો પણ આ આગમમાં છે. અન્ય આગમ સૂત્રોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનું સંયમ લેવા વિશે અને મોક્ષ જવાનું વર્ણન છે. માટે આગમ આજ્ઞા સિવાય કોઈ પણ એકાંત આગ્રહ રાખવો કે કરવો ભગવાનની આજ્ઞા નથી. તે માત્ર વ્યક્તિગત આગ્રહ રૂપે જ છે. (૬) આ અધ્યયનની નીચે મુજબની વાતો ધ્યાનમાં લેવી જોઇએ. ૧. એવંતાનું ગૌતમ સ્વામીને રમતના મેદાનમાંથી નિમંત્રણ આપીને સાથે લઈ જવું. ૨. આચાર્ય કરતાં પણ વિશિષ્ટ મહત્વવાળી ગણધરની પદવી ધારણ કરનાર ગૌતમ સ્વામીની આંગળી પકડીને ચાલવું. ૩. છોકરાને ઘર બતાવવા માટે સાથે ચાલવા દેવો. ૪. ઉપાશ્રયમાં પણ સાથે આવવા તૈયાર થવું. પ. બાલમુનિનો કાચા પાણી સાથે સ્પર્શ (અડવાનું) થયું હોવાનું જાણીને પણ તેમની સાથે અભદ્ર વ્યવહાર ન કરવો. ૬. ભગવાન દ્વારા પણ એવંતા મનિને બોલાવીને ઠપકો ન આપવો પરંત શ્રમણોને જ સેવા ભાવ માટે અને સાર-સંભાળ તેમજ શિક્ષણ, સંરક્ષણ માટે પ્રેરણા આપવી. આમ બધા ઉદારતાપૂર્ણ વ્યવહાર ચિંતન-મનન કરવા જેવા છે. તેનાથી “ઉદાર' ભાવોમાં વૃદ્ધિ કરવાની પ્રેરણા મળે છે અને આવા ઉદાર ભાવોના વ્યવહારથી કેટલાય જીવોને ઉન્નતિ કરવાની પ્રેરણા, અવસર અને સુસંયોગ મળે છે અને આવી વૃતિથી(ઉદારવૃતિથી) માનવમાં સમતા ભાવ ની વૃદ્ધિ થાય છે. (૭) માતાએ એવંતાને એકલાને જ બગીચામાં જવા દીધો. જરા પણ રોકટોક ન કરી. ગૌતમ સ્વામી અથવા બીજા કોઈ સંત તેને પાછો ઘેર પહોંચાડવા ન આવ્યા. તેથી તેમની ઉંમર નાસમજ બાળક જેટલી ન હતી. અને આંગળી પકડીને ચાલવાની પ્રકૃતિ પરથી તેમને અધિક ઉમરના પણ ન માની શકાય.સવા આઠ વર્ષની ઉમર ધરાવતાં બાળકને દીક્ષા આપવાનું વિધાન પણ આગમમાં છે. તેથી એવંતાએ દીક્ષા લીધી ત્યારે તેમની ઉમર આઠ-નવ વર્ષની આસપાસ હશે. મૂળ પાઠમાં ઉમરનું અલગથી કોઈ પણ જાતનું વર્ણન કરવામાં આવ્યું નથી. (૮) આ અધ્યયનમાંથી આપણે પણ જીવનમાં સંયમ ગ્રહણ કરવાની પ્રેરણા લેવી જોઇએ. એક બાળક પણ માનવ ભવન આટલ ઉચ્ચ મૂલ્યાંકન કરી શકે છે તો આપણે તો પ્રૌઢ વયમાં પહોંચ્યા છીએ. અને શ્રાવકનો બીજો મનોરથ, સંયમ લેવાનો પણ સદા સેવીએ છીએ. તેને સફળ કરવાનો પ્રયત્ન પણ ક્યારેક કરવો જોઇએ. આવા આદર્શ દષ્ટાંતો સાંભળીને તો અવશ્ય જીવનમાં નવો વળાંક લાવવો જોઇએ અને આધ્યાત્મ માર્ગમાં આગેકૂચ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. પરનિંદા- અવગુણ કરવા એ પણ પાપસ્થાન છે. - અઢાર પાપોનો ત્યાગી કોઈની પણ વ્યક્તિગત નિંદા અવલેહના કરે, કોઈનું અપમાન કરે, તે પણ સાવધ યોગનું સેવન કરનાર કહેવાય છે. પર નિંદા કરવી એ પીઠનુ માંસ ખાવા બરાબર છે. અતઃ આત્માર્થી મુનિએ પરનિંદાના પાપથી બચવા માટે પ્રતિક્ષણ સાવધાન રહેવું જોઇએ. કોઈપણ સાધુ યા ગૃહસ્થની આશાતના અવલેહના કરવાથી સાધુસાધ્વીજી પ્રાયશ્ચિતના દોષિત બને છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ 50 આગમચાર-પૂર્વાર્ધ સાતમો દિવસ': સોળમું અધ્યયન – અલક્ષ વારાણસી નામની નગરી હતી. ત્યાં અલક્ષ નામના રાજા રાજ્ય કરતા હતા. તે ભગવાનના પરમ ભક્ત હતા શ્રમણોપાસક હતા. એકવાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. અલક્ષ રાજા કોણિકની જેમ પોતાની ત્રદ્ધિ અને પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા માટે ગયા અને ભગવાનનો ધર્મોપદેશ સાંભળ્યો. ઉપદેશ સાંભળીને રાજા વિરક્ત થઈ ગયા. પોતાના જ્યેષ્ઠ પુત્રને રાજ્ય સોંપીને ભગવાનની પાસે દીક્ષિત થઈ ગયા. સંયમ તપનું પાલન કરતાં કરતાં અલક્ષ રાજર્ષિએ અગિયાર અંગોનું જ્ઞાન કંઠસ્થ કર્યું. પૂર્વે વર્ણવેલ ભિક્ષુ પડિમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના પણ કરી. અનેક વર્ષો સુધી સંયમની આરાધના કરી તે રાજર્ષિ એક માસના સંથારે વિપુલ પર્વત પરથી સિદ્ધ થયા. અંતગડ સૂત્રમાં, આ એક અધ્યયનમાં જ રાજર્ષિનું મોક્ષ જવાનું સ્પષ્ટ વર્ણન છે. પાછળની ઉમરમાં દીક્ષા લીધી તેમ છતાં ૧૧ અંગ કંઠસ્થ કર્યો. તેના પરથી આ ધ્રુવ સિદ્ધાંત સ્વીકારવો જોઇએ કે જિનશાસનમાં દીક્ષિત પ્રત્યેક ક્ષમણ-ક્ષમણીઓને માટે આગમનું જ્ઞાન કંઠસ્થ કરવું એક આવશ્યક અને મુખ્ય કર્તવ્ય માનવામાં આવતું હતું ભલેને દીક્ષા રાજા લે કે રાણી. માત્ર અલ્પ સંયમ પર્યાયવાળા અર્જુન મુનિ અને ગજસુકુમાર મુનિના શાસ્ત્ર અધ્યયનનું વર્ણન નથી. બાકીના બધા અણગારોએ ૧૧ અંગ કે ૧૨ અંગનું જ્ઞાન કંઠસ્થ ક્યું હતું. સાતમો વર્ગ : પહેલું અધ્યયન – નંદા રાણી રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને અનેક રાણીઓ હતી અર્થાતુ નંદા આદિ તેર રાણીઓ, કાલી આદિ દસ રાણીઓ અને ચેલણા, ધારિણી આદિ રાણીઓ હતી. એકવાર ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. નંદારાણીએ ભગવાનનો ઉપદેશ સાંભળ્યો અને દીક્ષા લેવાની અંતરમાં ભાવના જાગી. શ્રેણિક રાજાની આજ્ઞા લઈને ભગવાન પાસે દીક્ષિત થઈ.ભગવાને તેને ચંદનબાળા સાધ્વીજીને સોપ્યા. તે નંદા શ્રમણીએ વીસ વર્ષ સુધી સંયમનું પાલન ક્યું. ગુણરત્ન સંવત્સર તપ ક્યું. અન્ય પણ મા ખમણ આદિ અનેક જાતની તપશ્ચર્યા કરી. અંતે એક મહિનાના સંથારા દ્વારા ઉપાશ્રયમાં જ સિદ્ધ થયા. સાધ્વીજીઓ પર્વત પર જઈને સંથારો કરતા નથી. સાધ્વીજીઓ અગિયાર અંગને જ અધ્યયન કરે છે. બારમા અંગને અધ્યયન માત્ર શ્રમણો જ કરી શકે છે. એવી જ રીતે ભિક્ષુની બાર પડિમા પણ માત્ર શ્રમણો જ કરી શકે છે. શ્રમણીઓ ભિક્ષુપડિમા નથી કરી શકતી, કારણ કે સાધ્વીજીઓ એકાકી(એકલા) ન રહી શકે. જ્યારે સાધુઓ એકલા રહી શકે છે. બાર પડિમાઓ ધારણ કરતી વખતે એકલા રહેવું અનિવાર્ય છે. ભિક્ષુની બાર પડિમા નવ પૂર્વધારી જ ધારી શકે છે, આવી એક ધારણા છે. પરંતુ આ અંતગડ સૂત્રમાં અગિયાર અંગનું અધ્યયન કરનારા કેટલાય શ્રમણોએ બાર પડિમાની આરાધના કરી એવું વર્ણન છે. જેનું કારણ છે ભગવાનની હાજરી. આગમ વિહારીઓ ની આજ્ઞા પ્રાપ્ત કરી પ્રથમ સંહનન વાળા આ પડિમાં ધારી શકે છે. અન્ય વિવિધ તપશ્ચર્યાઓ અને અન્ય ભિક્ષુઓની પડિમાઓ સાધ્વીજીઓ કરી શકે છે. જેનું વર્ણન આગળ આઠમા વર્ગમાં છે. અધ્યયન ર થી ૧૩ નંદાના વર્ણન જેવું જ શ્રેણિકની અન્ય બાર રાણીઓનું વર્ણન છે. આ બધી જ રાણીઓએ શ્રેણિકની હાજરીમાં જ દીક્ષા લીધી. વીસ વર્ષ સુધી સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત ર્યો. તેમના નામો આ પ્રમાણે છે – ૨. નંદવતી ૩. નંદુત્તરા ૪. નંદશ્રેણિકા ૫. મરુતા ૬. સુમરુતા ૭. મહામરુતા ૮. મરુદેવા ૯. ભદ્રા ૧૦. સુભદ્રા ૧૧. સુજાતા ૧૨. સુમાનષિકા ૧૩. ભૂતદત્તા આ સાતમાં વગે અહી પૂર્ણ થયો. આઠમા વર્ગમાં શ્રેણિકની કાલી આદિ દસ રાણીઓનું વર્ણન છે. જેમણે શ્રેણિકના મૃત્ય. પછી કોણિકની આજ્ઞા લઈને દીક્ષા લીધી. “આઠમો વર્ગ પ્રથમ અધ્યયન – કાલી રાણી કોણિક – ચંપાનગરીમાં કોણિક રાજા રાજય કરતો હતો. કોણિક, શ્રેણિક રાજાનો પુત્ર અને ચેલણા રાણીનો આત્મજ હતો. તે પિતાના અવસાન બાદ પોતાની રાજધાની રાજગૃહીને બદલી ચંપાનગરીમાં પ્રસ્થાપિત કરીને શાસન સંભાળવા લાગ્યો. તેથી તેના રાજ્યની રાજધાની હવે ચંપાનગરી હતી. કોણિક રાજા રાજ્ય સંચાલનમાં યોગ્ય અને કુશળ રાજા હતો. માતા પ્રત્યે પણ તેને વિનય–ભક્તિ હતાં અને ભગવાન મહાવીર સ્વામીનો પણ તે અનન્ય ભક્ત હતો. ધર્મ પ્રત્યે પણ તેને અનરાગ હતો. પરંતુ પૂર્વભવમાં તીવ્ર રસ પણે નિદાન (નિયાણું) કરેલું હોવાને કારણે ઉદય અને ભવિતવ્યતા વશ હતો. પૂર્વભવ-નિમિતક કુસંસ્કાર – તે કુસંસ્કારોના પ્રબળ પ્રવાહમાં જ તેણે પિતાને કેદમાં પૂરી દીધાં. અલ્પ સમયમાં જ માતા ચેલણાની. પ્રેરણાથી તેને બુદ્ધિ આવી ગઈ. શ્રેણિકની ભવિતવ્યતા એવી જ હતી કે કોણિક પિતાની ભક્તિથી પ્રેરાઈને તેમની પાસે બંધન કાપવા અને તેમને મુક્ત કરવા જઈ રહ્યો હતો. પરંતુ ભ્રમ વશ થઈને શ્રેણિકે ઉલ્ટો અર્થ ક્યો અને વીંટીમાં રહેલા ઝેર પ્રયોગથી પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. કોણિકને અત્યંત પ્રશ્ચાતાપ થયો. તે દુઃખ અસહ્ય બનવાને કારણે તેણે રાજગૃહી નગરીને છોડી દીધી ચંપાનગરમાં તેનું શાસનખૂબ જ શાંતિપૂર્ણ અને ધર્મભાવથી વ્યતીત થઈ રહ્યું હતું કે ફરીને તેના પર કુસંસ્કારોનો પડછાયો પડ્યો. હાર અને હાથી માટે સગા ભાઈઓ અને નાના શ્રી ચેડા રાજા સાથે યુદ્ધ કર્યું. તે યુદ્ધમાં તેના દસ ભાઈઓ કાળનો કોળિયો. બની ગયા. તે દશે ય ભાઈઓની દશે ય માતાઓ પોતાના પુત્રોનાં મૃત્યુના દુઃખને કારણે સંસારથી વિરક્ત થઈને ભગવાન પાસે દીક્ષિત થયા. તે દશેય રાણીઓનું વર્ણન આ આઠમા વર્ગમાં કરવામાં આવેલ છે. આ કોણિકની લઘુ માતાઓ હતી. કાલી રાણીની વિરક્તિ - એક વખત વિચરણ કરતા ભગવાન મહાવીર સ્વામીનું ચંપાનગરીમાં આગમન થયું. તે સમયે કોણિક, Page #51 -------------------------------------------------------------------------- ________________ jainology 51 આગમસાર ચેડા રાજાની સાથે યુદ્ધ કરવા માટે કાલકુમાર આદિ દસ ભાઈઓને સાથે લઈને નીકળ્યો હતો. ત્યાં યુદ્ધમાં દસ દિવસમાં દસ ભાઈઓ ચેડા રાજાના બાણથી માર્યા ગયા. કાલીરાણી ભગવાનના સમવસરણમાં ગઈ. ઉપદેશ શ્રવણ પછી તેણે ભગવાનને પૂછયું કે હે ભંતે! મારો પુત્ર કાલકુમાર કોણિક સાથે યુદ્ધમાં ગયો છે. તે ક્ષેમકુશળ પાછો આવશે? ભગવાને પ્રત્યુત્તરમાં કહ્યું કે તારો પુત્ર યુદ્ધમાં ચેડા રાજાને હાથે માર્યો ગયો છે અને મરીને ચોથી નરકમાં ઉત્પન્ન થયો છે. આ સાંભળીને કાલીરાણીને પુત્ર વિયોગનું અત્યંત દુ:ખ થયું. તેને પતિ વિયોગ અને પુત્ર વિયોગ બંનેનાં દુ:ખ એકઠા થયા અને તેમાં નિમિત્ત કોણિક હતો. તેને સંસાર તરફ ઉદાસીન ભાવો જાગ્યા. તેણે કોણિક પાસેથી આજ્ઞા લઈને ભગવાન પાસે સંયમ અંગીકાર ક્ય. ચંદનબાલા સાધ્વીજીના સાંનિધ્યમાં તેણે તપ સંયમની આરાધના કરી. પૂર્વ વર્ગોમાં વર્ણવેલ નંદા આદિની જેમ જ તેણે પણ વિવિધ તપસ્યાઓ કરી. રત્નાવલી તપ :- રત્નાવલી નામના એક વિશેષ તપની કાલીઆર્યાએ આરાધના કરી. જેમાં તેણે તપશ્ચર્યાનો હાર બનાવીને આત્માને સોભિત ક્ય. ૧. પહેલી પરિપાટીમાં(કડીમાં) પારણાના દિવસે બધી જ જાતનો કલ્પનીય(કલ્પે તેવો) આહાર લઈ શકાય છે. બીજી પરિપાટીમાં ધાર વિગયનો ત્યાગ કરવામાં આવે છે. અર્થાત્ તેમાં માત્ર શાક-રોટલી પરંતુ અલગથી ઘી, દૂધ, દહીં વગેરે ન લેવાં. તેલમાં કે ઘીમાં તળેલી ચીજો ન લેવી. કોઈ પણ પ્રકારની મીઠાઈઓ, ગોળ, સાકર પણ ન લેવા. વિગય વર્જન (લુખા) તપ કહેવાય છે. તેમાં અચેત નિર્દોષ ફળ મેવો (સૂકો) મુખવાસ વગેરેનો ત્યાગ હોતો નથી. - ત્રીજી પરિપાટીમાં પારણામાં “નીવીતપ”કરવામાં આવે છે. એમાં ઘી આદિ વિગયોના લેપનો પણ ત્યાગ હોય છે. અર્થાત ચોપડેલી રોટલી અને વધારેલું શાક પણ એમાં નથી લઈ શકાતું. તે સિવાય કોઈપણ પ્રકારનાં રાંધેલા કે શેકેલા અચેત આહાર લઈ શકાય છે. એમાં ફળ મેવા-મુખવાસ વગેરેનો પણ પૂર્ણ રીતે ત્યાગ થાય છે. ચોથી પરિપાટીમાં ઉપરોકત બધી જ તપશ્ચર્યા ક્રમથી કરતાં-કરતાં પારણાના દિવસે આંબિલ તપ કરવામાં આવે છે. એમાં લુખ્ખો અને વિગય રહિત ખાદ્ય પદાર્થ પાણીમાં ધોઈને અથવા પાણીમાં થોડો સમય રાખીને પછી આરોગવામાં આવે છે. સવારથી કરીને ખાવા બેસે ત્યાં સુધી પોરસી ચોવિહાર હોય છે. અને એકજ વખતનું ભોજન હોય છે. આવી રીતે, કાલીરાણીએ પાંચ વર્ષ બે મહિના બાવીસ દિવસ નિરંતર તપ ક્ય. કાલીરાણીએ કલ આઠ વર્ષના સંયમ પર્યાયમાં વિભિન્ન તપશ્ચર્યાઓ સિવાય આ રત્નાવલી રાજરાણી હોવા છતાં પણ, પાછલી વયમાં દીક્ષા લઈને કાલી આર્યાજીએ શરીરનું મમત્વ છોડ્યું અને આવા વિકટ તપમય જીવનની સાથે શાસ્ત્ર જ્ઞાનમાં પણ અગિયાર અંગો કંઠસ્થ કર્યા અને આઠ વર્ષની અલ્પ દીક્ષા પર્યાયમાં સંપૂર્ણ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. કાલી આર્યાજીનું જીવન તપ-સંયમથી ધન્ય-ધન્ય થઈ ગયું. પતિ અને પુત્ર બંને દુર્ગતિના મહેમાન બન્યાં હોવા છતાં પણ તેણે પોતાના જીવનને આર્તધ્યાનમાં ન પરોવતાં ધર્મ ધ્યાનમાં પરોવ્યું અને તે જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કર્યો. આવા આદર્શ જીવનમાંથી પ્રેરણા મેળવીને આપણે પણ વધારે ને વધારે પસંયમ અને જ્ઞાનની આરાધનામાં આપણું જીવન પરોવીને દુર્લભ મનુષ્ય ભવને સાર્થક કરી લેવો જોઇએ. કાલી રાણીની આઠ વર્ષની સંયમ ચર્યામાં -(૧) ૧૧ અંગ શાસ્ત્રનું જ્ઞાન કંઠસ્થ. (૨) રત્નાવલી તપ, ગુણરત્ન સંવત્સર તપ (૩) માસખમણ સુધીના તપ. (૪) એક મહિનાનો સંથારો અને મુક્તિ ૪. આઠમો દિવસ : બીજું અધ્યયન – સુકાલિ રાણી કાલિરાણીનું વર્ણન પ્રથમ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. તેના જેમજ સુકાલી રાણીનું પણ દીક્ષા લેવા સુધીનું વર્ણન છે. સંયમ તપની આરાધના અને અગિયાર અંગનું અધ્યયન વગેરે પણ કાલી આર્યા જેવું જ સુકાલી આર્યાનું છે. વિશેષતા એ છે કે તેનો પુત્ર સુકાલ કુમાર હતો. તેણે સંયમ પર્યાયમાં રત્નાવલી તપ નહીં પરંતુ કનકાવલી તપ કર્યું. જેમાં કુલ સમય પાંચ વર્ષ નવ મહિના અને અઢાર દિવસ લાગ્યા. કનકાવલી તપ:-રત્નાવલી તપ કરતાં કનકાવલી તપમાં થોડોક ફેરફાર છે. બાકી બધી જ તપશ્ચર્યા અને પારણાઓમાં સમાનતા છે. રત્નાવલી તપમાં જ્યારે એક સાથે આઠ છઠ અથવા ૩૪ છઠ કરવામાં આવે છે તેની જગ્યાએ કનકાવલી તપમાં આઠ અઠ્ઠમ અને૩૪ અક્રમ કરવામાં આવે છે. એ સિવાય કોઈ જ અંતર નથી. માટે સંપૂર્ણ તપશ્ચર્યા અને પારણાઓનું વર્ણન રત્નાવલી તપ સમાન જ સમજી લેવું. એમાં પણ ચાર પરિપાટી હોય છે. પારણામાં નવી આયંબિલ આદિ કરવામાં આવે છે. પારણાના દિવસો બંને તપશ્ચર્યામાં આ રીતે સમાન હોય છે. આ પ્રમાણે સુકાલી આર્યાએ નવા વર્ષ સંયમનું પાલન કર્યું. અંતે એક મહિનાનો સંથારો આદરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. ત્રીજું અધ્યયન - મહાકાલી રાણી મહાકાલી રાણીના વૈરાગ્ય ભાવોની ઉત્પતિ અને દીક્ષા સુધીનું સમગ્ર વર્ણન કાલીરાણીની જેમ જાણવું. કનકાવલી–રત્નાવલી તપના સ્થાને તેણે લઘુસિંહ નિષ્ક્રીડિત તપ . આ તપમાં પણ ચાર પરીપાટી અને તેમના પારણાનું વર્ણન કનકાવલી-રત્નાવલી તપની સમાન જ છે. લઘુસિંહ નિષ્ક્રીડિત તપ:- આ તપશ્ચર્યાનું વર્ણન કરવામાં પણ એક પ્રકારની માનસિક ક્રીડા હોય છે. અર્થાત્ તપશ્ચર્યા કરતી વખતે એક ઉપવાસ ઘટાડો અને બે વધારો, ફરીને એક ઘટાડો મહાકાલી આર્યાજીએ લઘુસિંહ નિષ્ક્રીડિત તપની સૂત્ર વર્ણન અનુસાર પાલના-આરાધના કરી. બાકી રહેલા દીક્ષા પર્યાયમાં અન્ય વિવિધ તપશ્ચર્યા કરી કુલ દસ વર્ષ તેમણે સંયમનું પાલન કરી આત્માનું કલ્યાણ કર્યું. Page #52 -------------------------------------------------------------------------- ________________ 52. આગમચાર-પૂર્વાર્ધ ચોથું અધ્યયન - કૃષ્ણા રાણી દીક્ષા આદિ વર્ણન કાલી રાણીની જેમ જ છે. વિશેષ તપમાં કૃષ્ણા આર્યાજીએ મહાસિંહ નિષ્ક્રીડિત તપ કર્યું તેમાં તપશ્ચર્યા કરવાની રીત એક ઉપવાસ ઘટાડીને બે વધારવાની છે. તે લઘુનિષ્ક્રીડિત તપ સમાન છે. કૃષ્ણા આર્યાજીએ અગિયાર વર્ષ સંયમ પાળીને મોક્ષ પ્રાપ્ત ર્યો. પાંચમું અધ્યયન – સુકૃષ્ણા રાણી સંયમ ગ્રહણ, શાસ્ત્ર અધ્યયન, તપ અને મોક્ષ પ્રાપ્તિ સુધીનું વર્ણન પહેલા અધ્યયનની જેમ સમજવું. વિશેષમાં સુકૃષ્ણા આર્યાએ ચાર ભિક્ષ પડિમા ધારણ કરી તેના નામ આ પ્રમાણે છે :૧. સપ્ત સપ્તમિકા ભિક્ષ પડિમા ૨. અષ્ટ અષ્ટમિકા ભિક્ષ પડિમા ૩. નવ નવમિકા ભિક્ષ પડિમાં ૪. દસ દસમિકા ભિક્ષ પડિમાં આ ચારે પડિકાઓમાં ઉપવાસ આદિ કરવું જરૂરી નથી હોતું ગોચરીમાં આહાર લેવાની દાતીઓની સંખ્યાથી અભિગ્રહ કરવામાં આવે છે. દાતીનો અર્થ એ થાય છે કે એક વખતમાં એક ધારથી એકસાથે જેટલા આહાર પાણી વહોરાવે, તેને એક દાતી કહેવાય છે તેમાં દાતા એક વખતમાં એક રોટલી અથવા એક ચમચી આહાર આપીને રોકાઈ જાય તો તે પણ એક દાતી જ કહેવાય છે તેવી જ રીતે પાણી પણ એક જ ધારથી જેટલું આપે તેને એક દાતી કહેવાય છે. ભિક્ષુ પ્રતિમાની વિધિઃ સપ્ત સપ્તમિકા ભિક્ષા પડિમામાં પહેલા સપ્તાહમાં હંમેશાં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવું. બીજા સપ્તાહમાં હંમેશાં બે દાતી આહાર અને બે દાતી પાણી લેવું, ત્રીજા સપ્તાહમાં હંમેશ ત્રણ દાતી આહાર અને ત્રણ દાતી પાણી એવી જ રીતે સાતમા સપ્તાહમાં સાત દાતી આહાર અને સાત દાતી પાણીની લઈ શકાય છે. આ પ્રમાણે આ તપમાં ૪૯ દિવસ લાગે છે. અષ્ટ અષ્ટમિકા ભિક્ષુ પડિકામાં આઠ અઠવાડિયા અર્થાત્ ૬૪ દિવસ લાગે છે. તેમાં એક થી માંડી આઠ દાતી સુધી વૃદ્ધિ કરાય છે. નવ નવમિકા ભિક્ષુ પડિયામાં નવ નવક લાગે છે. તેમાં પહેલા નવકમાં એકદાતી અને ક્રમશઃ વધારતાં નવમા નવકમાં નવ દાતી આહાર અને નવ દાતી પાણી લઈ શકાય છે. આ રીતે તેમાં કુલ ૮૧ દિવસ લાગે છે. દસદસમિકા ભિક્ષુ પડિમામાં દસ દસક દિવસ લાગે છે. જેથી કુલ ૧૦૦ દિવસ થાય છે. તેમાં દાતીની સંખ્યા એકથી લઈને દસ સુધી વધારી શકાય છે અર્થાત્ પહેલા દસક (દસદિવસ) માં એક દાતી આહાર અને એક દાતી પાણી લેવાય છે. આ રીતે ક્રમથી વધારતાં (દસમા દસકમાં) દસ દાતી આહાર અને દસ દાતી પાણી લઈ શકાય છે. આ તપસ્યામાં કહેલી દાતીઓથી ઓછી દાતી આહાર અથવા ઓછી દાતી પાણી લઈ શકાય છે. પરંતુ એક પણ દાતી વધારે લઈ શકાતી નથી. આ તપસ્યામાં ઉપવાસ, છઠ્ઠ આદિ કોઈ પણ તપસ્યા કરી શકાય છે પરંતુ તેની દાતીનો જે ક્રમ હોય તેનું પાલન કરવું જરૂરી હોય છે અર્થાત્ તેટલી જ દાતી પારણામાં આહાર કે પાણી લઈ શકાય છે. આ પ્રમાણે સુકૃષ્ણા આર્યાજીએ સૂત્રમાં બતાવેલી પદ્ધતિથી આ ચારેય ભિક્ષુ પડિમાઓની આરાધના કરી, કુલ૧૨ વર્ષ સંયમ પાળી મોક્ષ પ્રાપ્ત ર્યો. છઠ્ઠ અધ્યયન – મહાકૃષ્ણા રાણી મહાકૃષ્ણા રાણીએ ૧૩(તેર) વર્ષ સુધી સંયમ પર્યાય નું પાલન કર્યું અને વિશેષમાં “લઘુ સર્વતોભદ્ર” તપ ક્યું. તેની એક પરિપાટીમાં ૭૫ દિવસ તપસ્યા ૨૫ દિવસ પારણા એમ કુલ ૧૦૦ દિવસ લાગે છે; અને ચાર પરિપાટીમાં ચાર સો (૪૦૦) દિવસ લાગે છે. આ મહાકૃષ્ણા આર્યાજી પણ તે જ ભવમાં સર્વ કર્મનો ક્ષય કરી મુક્તિ ગામી બની ગયા. લઘુસવતો ભદ્ર તપઃ- તેમાં એક ઉપવાસથી માંડીને પાંચ સુધીની તપસ્યા કરાય છે. આ એક પરિપાટી છે. ચાર પરિપાટી અને પારણાનો ક્રમ રત્નાવલી તપ પ્રમાણે છે. સાતમું અધ્યયન- વીર કૃષ્ણા વીર કૃષ્ણા રાણીએ દીક્ષા લઈ ચૌદ વર્ષ સુધી સંયમનું પાલન ક્યું. મહાસર્વતો ભદ્ર નામનું વિશેષ તપ ક્યું. આ તપમાં એક ઉપવાસથી લઈને સાત ઉપવાસ સુધીની તપસ્યા લઘુસર્વતોભદ્ર તપ પ્રમાણે કરાય છે. આમ એક પરિપાટી થાય છે. એ જ પ્રમાણે ચાર પરિપાટી હોય છે. આ તપની આરાધના કરીને વિરકૃષ્ણા આર્યાજીએ અન્ય તપ, સંયમ, સ્વાધ્યાય, અધ્યયન આદિ દ્વારા આત્માને ભાવિત કરતાં અંતમાં એક મહિનાની સંલેખના સંથારા દ્વારા સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી. અધ્યયન-૮ રામકૃષ્ણા રાણી રામકૃષ્ણા રાણીએ સંયમ લઈ તેનું (પંદર) ૧૫ વર્ષ સુધી પાલન કર્યું. અંતમાં સિદ્ધગતિને પ્રાપ્ત કરી. સંપૂર્ણ વર્ણન કાલી રાણી પ્રમાણે છે. તેમણે ભદ્રોતર નામનું વિશિષ્ટ તપ ક્યું. તેમાં પંચોલા (પાંચ ઉપવાસ)થી માંડીને નવ સુધીની તપસ્યા હોય છે. આ રીતે એક પરિપાટી થાય છે અને આ પ્રમાણે ચાર પરિપાટી કરાય છે. પારણાઓનો ક્રમ પહેલાંની જેમ આયંબિલ સુધી હોય છે. અધ્યયન-૯- પિતૃસેન કૃષ્ણા પિતૃસેન કૃષ્ણા રાણીએ સોળ વર્ષ સુધી સંયમનું પાલન કર્યું. તેમણે વિશેષ તપમાં મુક્તાવલી' નામની તપસ્યા કરી. પ્રત્યેક તપસ્યા વચ્ચે પુનઃપુનઃ એક ઉપવાસ કરાય છે. ઉપવાસ + છઠ + ઉપવાસ + અઠ્ઠમ આમ ક્રમશઃ આ એક પરિપાટી થઈ. આ પ્રમાણે ચાર પરિપાટી કરાય છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ jainology આગમસાર નોંધઃ અહિં વિવિધ પ્રકારનાં સપનાં હારના નામ છે. રત્નાવલી, કનકાવલી અને મુકતાવલી.નામ જોતાં તે કોઈ તપની લળી(સાંકળ) એટલે કે ક્રમબધ્ધ કરાતાં તપ જેવા છે જેનો આકાર સંભવત હાર જેવો થતો હોય.પણ તે આકાર અક્ષરસ હાર જેવો નહિં સમજવો. તપને નિર્જીવ પુદગલોથી નિર્મીત હારનાં આકાર સાથે શું નિસબત હોઈ શકે? કર્મનિષેક અનેક ભૌમિતીક આકૃતિનાં હોઈ શકે, પણ તે તો જ્ઞાનીજ જાણી શકે. મોટા તપ પછી એક દિવસનાં પારણાંથી, શરીરને લાગેલા ઘસારાની પૂર્તિ થાય ખરી? તેથી તેને સળંગ તપ જેવાજ સમજવા જોઇએ. ગુરુ આજ્ઞામાં રહિને અને સમય, ક્ષેત્ર કાળ ભાવનું ધ્યાન રાખી તપ કરવા, જેથી છ મહિનાનાં સળંગ તપની ભગવદ આજ્ઞાનું ભાવઉલંઘન ન થાય. કોઈ અકસ્માતના કારણે ધર્મની નિંદા ન થાય. પંચમકાળમાં બોધિદર્લભતાનાં કારણે કથાનકનું અનુકરણ કરાય છે, તેથી નોંધ કરી છે. તપ માટે શ્રધ્ધા અને શરીરબળ બેઉ લક્ષ્યમાં રાખવા. ઈતિ શુભમ. અબાધાકાળમાં નિષેકરચનાઃ કર્મ ઉદયમાં આવે તે પહેલા તે પુદગલો આત્મપ્રદેશો પરથી ચલીત થાય છે. આ ચલીત પુદગલો પછી નિર્જરીત થાય છે. તે પુદગલો અનેક ભૌમિતિક આકૃતિઓનાં રૂપમાં ફેરવાઈ જાય છે. આ આકૃતિઓને કર્મની નિષેક રચના કહેવાય છે. ઉદાહરણ તરીકે જન્મથી શારીરીક ઉણપનું ફળ આપનારા કર્મની નિષેક રચના એક સીધી લીટી જેવી કહી શકાય. કોઈ ઘાવ પડે ત્યારે અત્યંત તીવ્ર વેદના થાય અને પછી ઘાવ મટે ત્યારે વેદના પૂરી થાય. આ નિષેક રચના ડુંગરના એક તરફના ઢાળના આકારની. કહેવાય. કોઈ ગુમડું થાય ત્યારે વેદના ધીરે ધીરે વધે, પછી મટે ત્યારે વેદના ધીરે ધીરે ઘટે. આ નિષેક રચના ડુંગરના બે તરફનાં ઢાળ જેવી કહેવાય. નિયત સમયનાં આંતરે થતી વેદનાની નિષેક રચના ત્રુટક લીટી જેવી કહેવાય. પિતૃસેન કૃષ્ણા આર્યાજીએ યથાવિધિ આ 'મુક્તાવલી' તપની આરાધના કરી. પછી અન્ય વિવિધ તપસ્યા પણ કરી. અગિયાર અંગ સૂત્રોના અધ્યયન કંઠસ્થ ક્ય. અંતે એક મહિનાની સંલેખના-સંથારાથી સિદ્ધ બુદ્ધ મુક્ત થયા. આયંબીલ, અલુણા(નમક ત્યાગ),લખા, નિવિગય(નવી) વગેરેમાં અનાસકત ભાવથી આહાર. દરેક તપસ્યામાં સચિતનો ત્યાગ આવશ્યક સમજવો તથા દવાગોળીનો ઉપવાસમાં ત્યાગ પણ એકાસણા, વ્યાસણા, આયંબીલ, અલણા, નીવી, લખા વગેરેમાં સમયમાં ફેરફાર કરી લઇ શકાય. એક સરખી દવાઓ બે ટંકની સાથે ન લઇ શકાય તેમાં બાકીના ટંકનો ખાડો કરવો. દવાગોળી વ્યકિત અનિચ્છાએ, લાચારીથી ખાય છે.કયારે આમાંથી છુટીશ એવી તેની ઇચ્છા હોય છે. કેટલીક દવાઓ આહારની જેમ જીવનભર ખાવાની હોય છે, તેમ છતાં કયારેય તે ખાતા ગોળીઓનો આસ્વાદ કરાતો નથી. આવીજ અનાસકિત આહાર ઉપર રાખવાની છે.ન છૂટકે શરીર ટકાવવા આહાર કરવો પડે છે, કયારે અણઆહારી થઇશ એવી ઇચ્છા રાખવી. ગોળીઓ ખાતી વખતે સુપાત્રદાનની ભાવના નથી ભાવાતી,પરતું આ એક અનાસકત ભાવે આહારનો અનુભવ ઘણાખરા બધાનેજ હોય છે, તેને યાદ રાખવા જેવો છે. ઘણાખરા કોઇને પણ પોતે વર્ષોથી ખાઈ રહેલ ગોળીઓનો સ્વાદ કેવો છે તેની ખબર નહિં હોય. આવુંજ આહાર માટે પણ કેળવવું. વધારે ઓછા પ્રમાણમાં કે સદંતર અરસનિરસ આહાર હોય તોય શાંતીથી સમભાવે–પોતાના તેવાજ પુણ્યનો અત્યારે ઉદય જાણી આહાર કરવો. એટલું તો થઇ જ શકે. આહાર ન કરવું એટલું કઠીન નથી. જેટલું કઠીન મનોહર સ્વાદિષ્ટ આહાર પણ પૂર્ણ અનાસકત ભાવે કરવું એ છે. સળંગ અલુણા(મીઠાનો ત્યાગ) કે સાકરનો ત્યાગ જેમાં થતો હોય તેવી તપસ્યાઓ સીનીયર સીટીઝન (મોટી ઉમરવાળાઓ) એ કરતાં પહેલા પોતાનાં શરીરની અનુકુળતાનો ખ્યાલ રાખવો. કેટલાક તત્વો શરીરમાં સંયોજનથી રહેલા હોય છે. એકનો ઘટાડો થતાં તેના સંયોજનના આધારે રહેલું બીજું તત્વ પણ ઘટી જાય છે. અને તેથી શરીરમાં અવ્યવસ્થા સર્જાઇ શકે છે. આ વાત સળંગ ઘણા દિવસના ત્યાગ માટેની છે. કસાય કસાય એકજ છે. ચાહે તે માન કસાય હોય, લોભ કસાય હોય, માયા હોય કે ક્રોધ હોય. એકની ધ્યાતિમાં બીજા ત્રણની હયાતી હોય જ છે. એક અનંતાનુબંધી હોય તો બાકીના ત્રણ પણ અનંતાનુબંધી કસાયમાં જ ગણાય છે. હિંસા અને કસાયને કાર્ય- કારણ સંબંધ છે. જેમ કારણ વગર કાર્ય નથી હોતું તેમ કસાયભાવ વગર હિંસા નથી હોતી. તેથી જયાં હિંસા ત્યાં કસાય નિયમા સમજવું. અહિંસા ધર્મની ઉપલબ્ધી કસાય મંદ કર્યા વગર થતી નથી. Page #54 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 54 સમ્યક્ તપ માટેના સોનેરી સુત્રો પર્યુષણ મહાપર્વ આવી ગયુ છે. ત્યારે દરેકના મનમાં તપ કરવા માટે અત્યંત ઉત્સાહ હોય છે. ઉત્સાહ ખૂબ સારી વસ્તુ છે. પરંતુ તેમાં વિવેક પણ જરૃરી છે. તો જે તપ વ્રતાદિ કરીએ તેનુ સર્વાંગી જ્ઞાન મેળવીને હિતાહિત સમજીને, વૈરાગ્યભાવ સહિત તેમજ શ્રધ્ધાપૂર્વક કરીએ વળી ગુરુભગવંતોની આજ્ઞાપૂર્વક તેમજ તેમની સાક્ષીએ કરીએ. અંતઃકરણ કોમળ અને શુદ્ધ કરવું એ તપનો મુખ્ય આશય છે ભૂખે મરવું અને ઉપવાસ કરવા એનું નામ તપ નથી પરંતુ માંહીથી શુદ્ધ અંતઃકરણ થાય, ઇન્દ્રિયોને જિતાય, ક્રોધાદિ ઘટે એ આદિ દોષો ઘટે અને ઘણા ગુણો પ્રગટે એ જ સાચા તપનો મુખ્ય આશય છે. તો આવું સમ્યક તપ કરવાના આ રહ્યા સોનેરી સૂત્રો. (૧) અહંકાર એ તપનું અજીર્ણ છે. કોઇ પણ વ્રત કે તપનું અભિમાન ન કરવુ અને જો થાય તો વારંવાર વિચારવું કે મને આ અભિમાન કેમ થાય છે ? આમ વારંવાર વિચારતા અવશ્ય તે મોળું પડે છે. (૨) પ્રશંસાનો મો તપના જંગલને બાળી નાંખે છે. આપણે જે કાંઇ તપાદિ કરીએ છીએ તેનો એક હેતું લોકોની પ્રશંસા, માન મેળવવાનો પણ હોય છે. ત્યારે પોતાને કહેવું કે લોકો ગમે તેટલી 'વાક વાક' કરે તેથી મારા આત્માને શું ? (૩) દંભ એ તપનું દૂષણ છે. કોઇપણ તપ જગતને દેખાવડા માટે ન કરવું, પરંતુ ગુપ્ત પણે કરવું. જો લોકોને દેખાડવાનો પ્રયત્ન કરીશું તો લોકો પર એની અસર થતી નથી. પરંતુ સહજ પણે જો લોકોના જાણવામાં આવે તો ઘણી અસર થાય છે અને લોકોને સારી પ્રેરણા મળે છે. (૪) ક્રોધથી નિંદા-ઇર્ષ્યા થી તપની નિષ્ફળતા છે. ક્રોધ, માન, માયા, લોભ, એ ખરેખરા થાય છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય હજાર વર્ષ તપ કર્યુ હોય, પણ એક બે ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ જાય. જેમ ઘરમાં આગ લાગે ત્યારે પોતાનું ઘર તો બળે જ છે પણ જો પાહતનો યોગ ન મળે તો બાજુવાળાનું પણ બાળે છે. તેવી જ રીતે ક્રોધ કરનાર વ્યક્તિ પોતે તો દુઃખી થાય છે જ, સાથે સાથે બીજાને પણ દુઃખી કરે છે. વળી, જ્યારે તપ કરીએ ત્યારે બીજાની નિંદા ન કરીએ, ઇર્ષ્યા, અદેખાઇ- વેરઝેર ન કરીએ કજિયા- કંકાસ કલેશ ન કરીએ, છોકરા છૈયા અને ઘરમાં મારાપણ ન કરીએ. કારણ કે ઉંચી દશાએ જવા માટે તપ- વ્રતાદિ કરવાના છે. (૫) ફળની ઇચ્છા સહિતનું તપ તે તુચ્છ છે. તપ કરીને આલોકની કે પરલોકની કોઇપણ ભૌતિક સુખની ઇચ્છા ન કરવી, કેમ કે તપ તો ખરેખર આત્માના કલ્યાણ માટે છે. આત્માને ઓળખવા માટે છે, આત્માને પામવા માટે છે. પ્રભાવના કે ઇનામ મેળવવાની લાલચથી પણ તપ ન કરવું. ઇચ્છા નિરોધ તપ (૬) કુલાચાર કે પરંપરા સાચવવા માટે તપ ન કરવું. અમારા કુળધર્મમાં આ દિવસે આ તપ કરવાનું કહ્યું છે.એટલે અમે કરીએ છીએ અથવા બાપ-દાદાઓ જે તપ કરતા આવ્યા છે. તે અમે પણ કરીએ, જેથી અમારી પરંપરા ચાલુ રહે. આવી ભાવના પણ ન રાખવી. (૭) લોકભયથી તપ ન કરવું. આજે સંવત્સરી છે અને હું એકાસણું પણ નહી કરું તો લોકો શું કહેશે ? એવી લોકનિંદાના ભયથી તપ ન કરવું. (૮) તપના દિવસે ટી.વી. કે સિનેમા ન જોવા. સમય પસાર કરવા અથવા ભૂખમાં મન ન જાય તે માટે ઘણાં ટી.વી કે સિનેમા જુએ છે તે તો બિલકુલ યોગ્ય નથી. તેના કરતાં તો ઉપવાસ ન કરવા તે વધુ સારું છે. વળી ઘણા પ્રૌષધાદિ કરીને દુકાને બેસે છે. તે પણ યોગ્ય નથી. તપના દિવસે બને ત્યાં સુધી ઉપાશ્રય કે મંદિરમાં ભકિત, જાપ, સ્વાધ્યાય, સાધુ-સેવા વગેરેમાં સમય પસાર કરવો જોઇએ. (૯) તપનો દુરાગ્રહ ન રાખવો. પોતાની શક્તિ હોય કે ન હોય, હોસ્પિટલમાં દાખલ થઇને પણ તપ તો કરવું જ એ દુરાગ્રહ છે, સમ્યક્ તપ નથી. તપ પોતાની શકિત પ્રમાણે અને શક્તિને છુપાવ્યા વિના કરવાનું છે. તિથિનો પણ કદાગ્રહ ન કરવો. જ્ઞાાની પુરુષો એ તિથિની મર્યાદા આત્મર્યે કરી છે. જો ચોક્કસ દિવસ નિષ્ક્રિય ન કર્યો હોત, તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહી માટે આત્માર્થે તિથિની મર્યાદાનો લાભ લેવો જેનાથી ખરેખરુ પાપ લાગે છે તે રાગ, દ્વેષ, અજ્ઞાાન, મિથ્યાત્વ પ્રમાદ, વિષય, કષાય, મોક, મમત્વ આદિને રોકવાનું પોતાના હાથમાં છે. પોતાનાથી બને તેવું છે તે રોકતા નથી અને તિથિ વગેરેની ખોટી તકરાર કરીએ છીએ. (૧૦) તપ ન કરી શકનારને હલકી દ્રષ્ટિથી ન જોવા કોઇની તપ કરવાની બિલકુલ શક્તિ ન હોય તો તેમને કોસવા કે દુભવવા નહી કે હલકી નજરે ન જોવું, પરંતુ કરુણાબુદ્ધિ રાખવી અને મીઠા શબ્દોએ પ્રોત્સાહિત કરવા. (૧૧) આગાટ છુટનો દુરુપયોગ ન કરવો તપમાં કોઇ છૂટ રાખી હોય તો ન છૂટકે જ તેનો ઉપયોગ કરવો પરંતુ દુરુપયોગ ન કરવો. તપમાં આપનાર અને લેનાર બંનેની જવાબદારી છે. કોઇવાર વ્રત કે તપ તૂટી જાય તો ગુરુ ભગવંત પાસે તેનું પ્રાયશ્ચિત લેવું. નાની ઉંમરથી જ તપનો અભ્યાસ શરૃ કરીશું તો વૃદ્ધાવસ્થામાં તથા દેહ છોડતી વખતે ખૂબ ઉપયોગી થશે કેમ કે સહન કરવાની ટેવ પડેલી હોય છે. આવો તો આપણે ઉપરનાં દોષો છોડીને, માત્ર આત્માની શુદ્ધિ માટે પોતાની શકિત પ્રમાણે પણ શકિત છુપાવ્યા વિના તપ કરીએ એ જ ભાવના સહ.. - કુ. રીના એ શાહ Page #55 -------------------------------------------------------------------------- ________________ jainology 55 આગમસાર સંવર સાથેનો ઉપવાસ ઉપવાસનું ફળ કર્મ નિર્જરા. ઉપવાસનો ઉદેશય સંપૂર્ણ હિંસાનો ત્યાગ, આહાર પાણીને અર્થે પણ હિંસાનો ત્યાગ. તો જયાં જીવન જરુરી આહાર નો પણ અહિંસાનાં ઉદેશથી ત્યાગ કરાય છે, તો અન્ય નહાવાનો, ઉઘાડે મોઢે બોલવાનો કે સાંસારીક કાર્યોનો તેમાં ત્યાગ ઉચીત અને ચિંતનીય જ છે. તેથી ઉપવાસમાં શક્ય તેટલો કાળ સંવરમાં વિતાવવો. અગિયારમે વ્રત પૌષધ તથા તે ન થાય તો દસમે વ્રત, તે ન થાય તો સંવરીયો પોસો અને વ્યાખ્યાન, પ્રતિક્રમણ, સામાયિક કે ધર્મનાં વાંચનમાં ઉપવાસ નો દિવસ વિતાવવો. ઉપવાસનું વિજ્ઞાન. – એક ઉપવાસ કરવાથી નારકીનાં જીવો ૧૦૦૦ વર્ષમાં ખપાવે એટલા કર્મની નિર્જરા થાય છે. - સકામ રીતે નિર્જરેલા કર્મ ફરીને કયારેય પણ આત્મ પ્રદેશો પર પાછા આવતાં નથી. - ઉપવાસથી તેજસ શરીર પ્રબળ થાય છે. મનની શકિત અને મક્કમતા વધે છે. - જગન્ય દર્શન હોય તો મક્કમ થઈ વધીને મધ્યમ સુધી પહોંચે છે. - શરીર નીરોગી રહે છે. તેથી ધર્મકરણી સારી રીતે થઇ શકે છે. - આહાર સંજ્ઞા તુટે છે. ભૂખ પર વિજય મેળવી શકાય છે. – આહાર સાથે અન્ય ભૌતીક વસ્તુઓ પર પણ અનાસકિત ભાવ આવે છે. – તપ દરમીયાન જ્ઞાન અભ્યાસ વિશેષ સરળતાથી થાય છે.જ્ઞાન વધે છે. જે વિશેષ ધર્મકરણીમાં સહાયક થાય છે. – તપ બ્રમચર્ય સહાયક છે. તપથી બ્રહ્મચર્ય પાળવું સરળ બને છે. – મોક્ષનું લક્ષ્ય નક્કી થાય છે. મોક્ષમાર્ગ પર ચાલવાની પોતાની શકિત અને સામર્થયનું ભાન થાય છે. અધ્યયન-૧૦– મહાસેન કૃષ્ણા મહાસેન કૃષ્ણા રાણીની દીક્ષા આદિનું વર્ણન કાલી રાણી પ્રમાણે છે. ૧૭ વર્ષના સંયમ પર્યાયમાં મહાસેન કૃષ્ણા આર્યાજીએ અગિયાર અંગ શાસ્ત્ર કંઠસ્થ , વિવિધ તપસ્યાઓ કરી. અને આયંબિલ વર્ધમાન તપ નામની વિશિષ્ટ ઉગ્ર તપસ્યા કરી. આ તપમાં એક આયંબિલથી લઈ સો આયંબિલ સુધી કરવામાં આવે છે. પારણાની જગ્યાએ ઉપવાસ કરવામાં આવે છે, (૧) એક આયંબિલ + પછી ઉપવાસ + ૨ આયંબિલ + પછી ઉપવાસ + ૩ આયંબિલ વળી ઉપવાસ; આમ વધારતાં ૯૮ આયંબિલ + વળી ઉપવાસ +૯૯ આયંબિલ + ઉપવાસ+ ૧૦૦ આયંબિલ અને એક ઉપવાસ. આ એક પરિપાટી થી જ આયંબિલ વર્ધમાન તપ પૂર્ણ થઈ જાય છે. આ તપમાં કુલ સમય ૧૪ વર્ષ ૩ મહિના ૨૦ દિવસ લાગે છે. જેમાં ૧૦૦ ઉપવાસ કરાય છે. શેષ ૧૪ વર્ષ અને ૧૦ દિવસ આયંબિલ કરાય છે. આ સંપૂર્ણ તપસ્યાના ૧૪ વર્ષમાં ક્યારેય પણ વિગયનો કે તેના લેપનો પણ ઉપયોગ કરાય નહિ. આ પ્રમાણે મહાસેન કૃષ્ણાએ ૧૭ વર્ષની દીક્ષા પર્યાયમાં સાધિક ચૌદ વર્ષ સુધી તો આ તપની જ આગમ વિધિ પ્રમાણે આરાધના કરી. બાકીના સમયમાં પણ માસખમણ સુધીની વિવિધ તપસ્યાઓ કરી. શક્તિ ક્ષીણ થઈ ગયા પછી સંલેખના–સંથારો ગ્રહણ ક્યે. એક મહિના સુધી સંથારો ચાલ્યો. પછી અંતિમ સમયે ચાર ઘાતી કર્મ ક્ષય થવાથી કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયા. અને અલ્પ સમયમાં આયુષ્ય પૂર્ણ થવાથી સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થયા. જેના માટે જે ઉદ્દેશ્યથી સંયમ લીધો હતો, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ૩ ગુપ્તિનું પાલન, લોચ, ખુલ્લે પગે ચાલવું, સ્નાન ન કરવું, દાંતણ ન કરવું આદિ આચાર અને નવ વાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન વગેરે નિયમ, ઉપનિયમ ગ્રહણ ક્ય હતા તે પ્રયોજનને સિદ્ધ કરી લીધું. ધન્ય છે આ સર્વ મહારાણીઓને, જેમણે વૈભવ-વિલાસનો ત્યાગ કરી ઉતકૃષ્ટ સાધના આરાધના કરીને પરમ પદની પ્રાપ્તિ કરી. ઉપસંહાર - આ પ્રમાણે આ સૂત્રમાં ૯૦ જીવોએ સંયમ ગ્રહણ કરી તેના નાના મોટા બધા વિધિ વિધાનોનું પૂર્ણ પાલન ક્ય અને પોતાના લક્ષ્યમાં સફળ થયા અર્થાત તે આત્માઓએ તે જ ભવમાં મોક્ષગતિ પ્રાપ્ત કરી લીધું આ છેલ્લા આઠમાં વર્ગમાં શ્રેણિકની વિધવા રાણીઓના ઉગ્ર તપ પરાક્રમનું વર્ણન છે. જિંદગી આખી તેમણે રાજરાણી અવસ્થામાં, સુકમારતામાં વ્યતીત કરી હતી. અંતિમ અલ્પ વર્ષોમાં પોતાના જીવનનું એક અલૌકિક પરિવર્તન કરી બતાવ્યું. વાસ્તવમાં વૈરાગ્ય અને સંયમ ગ્રહણનો સાર એ છે કે શ્રુતજ્ઞાન, તપ અને સંયમમાં આત્માને તલ્લીન બનાવી દેવો જોઇએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે – 'અંતિમ વયમાં પણ સંયમ લેવાવાળાને જો તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય અત્યંત પ્રિય હોય અથવા તેમાં જ આત્માને એક–રૂપ કરી દે છે તે શીધ્ર કલ્યાણ સાધી લે છે" કાલી આદિ અનેક રાણીઓનું તથા બીજા પણ અનેક જીવોનું વર્ણન આગમોમાં ઉપલબ્ધ છે. તે આદર્શને સન્મુખ રાખી. પ્રત્યેક શ્રાવકે પોતાના બીજા મનોરથને સફળ કરવા પ્રયત્ન કરવો જોઇએ. અર્થાત્ જ્યારે પણ અવસર, મોકો મળે, ભાવોની તીવ્રતા વધે, ત્યારે જ શીધ્ર પરિસ્થિતિનું સમાધાન કરી, સંયમ માર્ગમાં અગ્રેસર થવું જોઇએ. મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ અને અંતિમ સાધન: અંતગડ સૂત્ર અનુસાર મોક્ષ પ્રાપ્તિનાં અથવા સંસાર પ્રપંચથી છૂટવાનાં પ્રમુખ સાધન છે – (૧) શ્રદ્ધા સાથે સંયમ લેવો. (૨) શાસ્ત્ર કંઠસ્થ કરવા (૩) પોતાની બધી શક્તિ તપસ્યામાં લગાવવી. મોક્ષ પ્રાપ્તિનું અંતિમ સાધન તપ છે. ભાવપૂર્વક, વૈરાગ્યપૂર્વક અને વિવેક પૂર્વક તથા ગુરુઆજ્ઞાપૂર્વક કરેલું તપ કર્મ રોગોને મૂળથી નાશ કરવા માટે રામબાણ ઔષધ છે. તેથી સંયમ અને શ્રુત અધ્યયન સિવાય બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારના તપોનું મોક્ષપ્રાપ્તિમાં અનન્ય યોગદાન છે એમ સમજીને તપોમય જીવન જીવવું જોઇએ. Page #56 -------------------------------------------------------------------------- ________________ 56 (૬) આગમચાર-પૂર્વાર્ધ સંપૂર્ણ સૂત્રનો આદર્શ -(૧) શાસ્ત્ર શ્રવણ અને ધર્મ શ્રદ્ધાનો સાર છે કે આ માનવ જીવનમાં અવશ્ય સંયમ ગ્રહણ કરવો જોઇએ. (૨) રાજા અને માળી, શેઠ અને રાજકુમાર, બાળક અને યુવાન તથા વૃદ્ધ રાણીઓ વગેરેની દીક્ષાથી પરિપૂર્ણ આ આદર્શસૂત્ર સર્વ કોઈ માટે સંયમ દીક્ષા બળ પ્રેરક છે. (૩) સંયમના સુઅવસર વિના ત્રણ ખંડના સ્વામી મહાઋધિવાન શક્તિ સંપન શ્રીકૃષ્ણ વાસુદેવ પણ પોતાને અધન્ય, અકૃતપુણ્ય, અભાગી હોવાનો અનુભવ કરે છે અને સંસારમાં વિશાળ કાર્યક્ષેત્ર હોવા છતાં પણ સમયે-સમયે ભગવાનની સેવામાં ઉપસ્થિત થાય છે. તે પોતાની પ્રજાને સંયમ લેવા માટે ખુલ્લી પ્રેરણા–ઘોષણા કરી ધર્મ દલાલી કરે છે. તેના જીવનની અનેક વિશિષ્ટતાઓ છે જે આપણા માટે આદર્શરૂપ છે. (૪) સુદર્શન શ્રાવકની ગંભીરતા, દઢતા અને તેની ધર્માનુરાગતા અનુકરણીય છે. એવંતા બાળમુનિના સંયમ ભાવોનું વર્ણન આપણા ધર્મ જીવનમાં આળસ અને નબળાઈ અથવા ભયને દૂર કરવામાં અત્યંત પ્રેરક પ્રસંગ છે. ગજસુકુમાર રાજકુમારના લગ્ન માટે નકકી કરેલી કન્યાઓનો ત્યાગ અને પ્રથમ દીક્ષા–દિવસમાં અપૂર્વ ક્ષમા અને સમભાવનો આદર્શ, આપણા કષાય અને કલુષિતાને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ માર્ગદર્શક છે. ધૈર્યવાન ગંભીર અને સહનશીલ બનવા માટે ઉત્તમ રસ્તો બતાવનાર છે. અર્જુનમાળીની ક્ષમા સાધુઓને સંયમ જીવનની પ્રત્યેક ક્ષણે યાદ કરવા યોગ્ય છે. જેથી અનુપમ સમભાવ, સમાધિનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર સ્વામીએ એવંતાની સાથે કરેલ વ્યવહાર થી આપણે પોતાના જીવનમાં ઉદારતા અને વિશાળતાને સ્થાન આપવું જોઇએ. કોઈપણ પ્રત્યે ધૃણા અને તિરસ્કારનો ભાવ ન હોવો જોઈએ. (૯) સમય નીકાળીને આગમનાં સૂત્રોનું સૂચિત્ત જ્ઞાન અવશ્ય કંઠસ્થ કરવું જોઇએ. બાલ-વૃદ્ધ બધા શ્રમણો માટે શાસ્ત્ર અધ્યયનનો આવશ્યક નિયમ છે. પ્રસ્તુત સૂત્રમાં અલ્પ દીક્ષા પર્યાયને કારણે અર્જુનમાળી અને ગજસુકુમારને છોડી શેષ સર્વ સાધકોએ (સ્ત્રી, પુરુષ, બાલ,વૃદ્ધ બધાએ) શાસ્ત્રોનું વિશાળ કંઠસ્થ જ્ઞાન હાંસલ કર્યું હતું. (૧૦) સંયમ જીવનમાં તપસ્યાનું અત્યધિક સન્માન હોવું જોઇએ. કારણ કે તપ રહિત કે તપથી ઉપેક્ષિત સંયમ જીવન વાસ્તવિક ફલદાયી બની શકતું નથી. બ્રહ્મચર્ય અને સ્વાસ્થય રક્ષા માટે તથા સંપૂર્ણ ઈન્દ્રિય અને મનોનિગ્રહ માટે ઉપવાસ આદિ તપસ્યાઓ નિતાત્ત આવશ્યક છે, એમ સમજવું જોઇએ. તપસ્યા વિના આ બધી સાધના અધૂરી રહી જાય છે. તપસ્યાના અભ્યાસ વડે જ સાધક અંતિમ જીવનમાં સંલેખના સંથારાના મનોરથને સફળ કરી શકે છે જૈન આગમોમાં શ્રી કૃષ્ણનું જીવન જૈન પરંપરામાં શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વગુણ સંપન્ન, શ્રેષ્ઠ, ચારિત્રનિષ્ઠ, અત્યંત દયાળુ, શરણાગત વત્સલ, ધીર, વિનયી, માતૃભક્ત, મહાનવીર, ધર્માત્મા, કર્તવ્યપરાયણ, બુદ્ધિમાન, નીતિમાન અને તેજસ્વી વ્યક્તિત્વ સંપન્ન હતા. સમવાયાંગ સૂત્રમાં તેમના તેજસ્વી વ્યકિતત્વનો જે ઉલ્લેખ છે તે અદ્ભુત છે. તેઓ ત્રણ ખંડના અધિપતિ અર્ધચક્રી હતા. તેમના શરીર પર એક સો આઠ પ્રશસ્ત ચિહ્ન હતા. તેઓ પુરુષોમાં સિંહ સમાન, દેવરાજ ઈન્દ્ર સદશ હતા; મહાન યોદ્ધા હતા. તેમણે પોતાના જીવનમાં ત્રણસો સાઠ યુદ્ધ ક્ય પણ ક્યારેય પરાજિત થયા નહિ. તેમનામાં વીસ લાખ અષ્ટાપદોની શક્તિ હતી પરંતુ તેમણે પોતાની શક્તિનો ક્યારેય દુરપયોગ ક્યો ન હતો. વૈદિક પરંપરાની જેમ જૈન પરંપરામાં વાસદેવ શ્રી કૃષ્ણને ઈશ્વરના અંશ કે અવતાર માનવામાં નથી આવ્યા. તેઓ શ્રેષ્ઠ શાસક હતા અર્થાત્ ભૌતિક દષ્ટિએ તેઓ તે યુગના સર્વશ્રેષ્ઠ અધિનાયક હતા. કિન્તુ નિદાનકૃત હોવાથી તેઓ આધ્યાત્મિક દષ્ટિથી ચોથા ગુણ સ્થાનથી આગળ વિકાસ કરી શક્યા નહીં. તેઓ બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિ ભગવાનના પરમભક્ત હતા. અરિષ્ટનેમિથી શ્રી કૃષ્ણ વાસુદેવ વયની અપેક્ષાએ મોટા હતા જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિથી અરિષ્ટનેમિ જ્યેષ્ઠ હતા. ભગવાન નેમિનાથ અને શ્રી. કૃષ્ણ વાસુદેવ કાકાઈ ભાઈ હતા. એક ધર્મ વીર હતા તો બીજા કર્મવીર હતા. એક નિવૃત્તિ પ્રધાન હતા તો બીજા પ્રવૃત્તિપ્રધાન હતા. જ્યારે પણ ભગવાન નેમિનાથ વિચરણ કરતાં દ્વારિકામાં પધારતા ત્યારે શ્રી કૃષ્ણ તેમની ઉપાસના માટે પહોંચી જતા. અંતકૃત દશા, સમવાયાંગ, જ્ઞાતા ધર્મકથા, સ્થાનાંગ, નિરયાવલિકા, પ્રશ્ન વ્યાકરણ, ઉત્તરાધ્યન આદિ આગમોમાં શ્રી. કૃષ્ણના સંબંધી સંકેત ઉપલબ્ધ છે તેમાં તેઓનું જીવન યશસ્વી અને તેજસ્વી બતાવવામાં આવ્યું છે. આગમોના વ્યાખ્યા સાહિત્યમાં નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકા ગ્રન્થોમાં તેમના જીવન સંબંધિત અનેક ઘટનાઓ બતાવવામાં આવી છે. શ્વેતામ્બર અને દિગમ્બર બને પરંપરાના મૂર્ધન્ય શિખરસ્થ વિદ્વાનોએ શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોને આલેખતા સૌથી વધારે ગ્રન્થોની, રચના કરી છે. ભાષાની દૃષ્ટિથી તે રચનાઓ પ્રાકૃત, અપભ્રંશ, સંસ્કૃત, જૂની ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીમાં છે. પ્રસ્તુત આગમમાં શ્રી કૃષ્ણનું બહુરંગી વ્યક્તિત્વ જોઈ શકાય છે. તેઓ ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં પણ માતા-પિતાના પરમ ભક્ત હતા. માતા દેવકીની અભિલાષાપૂર્તિ માટે તેઓએ હરિણગમેષી દેવની આરાધના કરી હતી. લઘુ ભાઈ પ્રત્યે પણ અત્યંત સ્નેહ રાખતા હતા.ભગવાન અરિષ્ટનેમિ પ્રતિ પણ અત્યંત ભક્તિ નિષ્ઠા હતી. જયાં તેઓ યુદ્ધભૂમિમાં અસાધારણ પરાક્રમનો પરિચય આપી રિપુમર્દન કરે છે, વજથીય કઠોર બને છે, ત્યાં એક વૃદ્ધ વ્યક્તિને જોઈ તેમનું હૃદય અનુકંપાથી કંપિત થઈ જાય છે અને તેને સહયોગ દેવાની ભાવનાથી સ્વયં ઈટ ઉપાડીને તેના ઘરમાં મૂકે છે. સાચું જ કહ્યું છે કે વજાદપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદપિ લોકોત્તરાણાં ચેતાંસિ, કો નુ વિજ્ઞાતુ મહિતિ અર્થ - વજથીય કઠોર અને ફૂલથીય કોમળ તેવા મહાપુરુષોના ચિત્તને જાણવા માટે કોણ સમર્થ છે? (કોઈ નહિ) Page #57 -------------------------------------------------------------------------- ________________ jainology | દ્વારિકાના વિનાશની વાતસાંભળી તેઓ બધાને એક જ પ્રેરણા આપતા કે ભગવાન અરિષ્ટનેમિની પાસે દીક્ષા ગ્રહણ કરો. દીક્ષા લેનાર વ્યક્તિઓના પરિવારોનું પાલન પોષણ હું કરીશ. પોતાની પટ્ટરાણીઓ, પુત્રો, પુત્રવધુઓ અને પૌત્રાદિ વગેરે પરિવાર જનો પણ દીક્ષા લેવા માટે તૈયાર થયા તો તેમને પણ સહર્ષ અનુમતિ આપી દીધી હતી. આવશ્યક ચૂર્ણિમાં વર્ણન છે કે તેઓ પૂર્ણ રૂપથી ગુણાનુરાગી હતા.મરેલી કૂતરીના શરીરમાં ખદબદતા કીડાઓ તરફ નજર ન કરતાં તેના ચમકતા દાંતની પ્રશંસા કરી હતી. 57 આગમસાર શ્રી કૃષ્ણ વાસુદેવ આગામી ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં ૧૨મા 'અમમ' નામના તીર્થકર બનશે.(જીનઆંતરાઓ પ્રમાણે ગણિત કરતાં અગિયારમાં, તત્વ કેવલી યમ્ય) ત્યાં તેઓ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ પરમાત્મા બનશે. અનુત્તરોપપાતિક અનુત્તરોપપાતિક દશા સૂત્ર દ્વાદશાંગીનું નવમું અંગ સૂત્ર છે. શ્રેષ્ઠ ઉત્તમ વિમાનને અનુત્તર વિમાન કહેવાય છે. બાર દેવલોક પછી નવગૈવેયક વિમાન છે તેની ઉપર વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ આ પાંચ અનુત્તર વિમાન છે. જે સાધક પોતાના ઉત્કૃષ્ટ તપ-સંયમની સાધનાથી ત્યાં ઉત્પન્ન થાય છે તેને અનુત્તરોપપાતિક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર કહ્યા છે. તેઓનું વર્ણન જે શાસ્ત્રમાં હોય તેને અનુત્તરોપપાતિક સૂત્ર કહેવાય છે. 'દશા' શબ્દ અવસ્થા અથવા દશની સંખ્યા સૂચક છે. દશ સંખ્યાનો આશય એ છે કે આ સૂત્રના પ્રથમ વર્ગમાં દશ અધ્યયન છે. બીજી અપેક્ષાએ આ સૂત્ર પૂર્વે દશ અધ્યયનાત્મક રહ્યો હશે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રમાં ત્રણ વર્ગ છે અને કુલ (૧૦+૧૩+૧૦) ૩૩ અધ્યયન છે. જેમાં પ્રથમ બે વર્ગના ૨૩ અધ્યયનમાં શ્રેણિકના ૨૩ દીકરાઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત ૩૩ જીવોએ અપાર સુખ–વૈભવનો ત્યાગ કરી, વિવાહિત સ્ત્રીઓનો ત્યાગ કરી ચરમ તીર્થંકર પાસે દીક્ષા અંગીકાર કરી અંતે એક માસના પાદોપગમન સંથારાથી અનુત્તર વિમાનમાં દેવભવને પ્રાપ્ત ર્યો. ત્યાર પછી મનુષ્યપણે ઉત્પન્ન થઈ મોક્ષે પધારશે. પ્રથમ વર્ગ : જાલિકુમાર રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામની રાણી હતી. તેણીએ એકદા અર્ધરાત્રે સિંહનું સ્વપ્ન જોયું. કાલાંતરે પુત્ર થયો. તેનું નામ જાલિકુમાર રાખવામાં આવ્યું. યૌવન પ્રાપ્ત થતાં આઠ કન્યાઓ સાથે વિવાહ થયા. લગ્ન બાદ પિતાએ ભવનાદિ બધું આઠની સંખ્યામાં આપ્યું. આઠ કરોડ સુવર્ણ અને ચાંદીની મહોરો આદિ જાલિકુમારને પ્રીતિદાનના રૂપે આપ્યું; જે બધી પત્નીઓને વહેંચી દીધું. ત્યાર પછી તે જાલિકુમાર પોતાના ભવનમાં નાટક, ગીત આદિ મનુષ્ય સંબંધી સુખોનો ઉપભોગ કરતો રહેવા લાગ્યો. એકદા ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. નગરીના લોકો વંદન–પર્યુપાસના કરવા ગયા. શ્રેણિક રાજા પણ ભગવાનની સેવામાં ગયા. જાલિકુમાર પણ ગયા. વૈરાગ્ય વાસિત ભરપૂર ધર્મ દેશના સાંભળી સંસારથી વિરક્ત થયા. ઘરે આવી માતા–પિતા પાસે સંયમની અનુમતિ મેળવી દીક્ષિત થયા. સંયમ પર્યાયમાં આવશ્યક સૂત્રના અધ્યયન પછી અગિયાર અંગોને કંઠસ્થ ર્યા. ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. ભિક્ષુની બાર પ્રતિમાઓ વહન કરી. અંતિમ સમય નિકટ આવેલો જાણી ભગવાનની પાસે ઉપસ્થિત થયા અને અનશન કરવાની અનુજ્ઞા મેળવી. ભગવાનની અનુમતિથી ફરીને જાતે મહાવ્રતોનું ઉચ્ચારણ ર્યું અને સ્થવિર ભગવંતોની સાથે વિપુલ નામના પર્વત ઉપર ધીરે ધીરે ચઢી યોગ્ય સ્થાને જઈ પાદોપગમન સંથારો ર્યો. એક મહિના સુધી સંથારો ચાલ્યો. ત્યાર પછી કાળધર્મ પામતાં સ્થવિર ભગવંતોએ પરિનિર્વાણનો કાયોત્સર્ગ ર્યો. તેમના ભંડોપકરણ લઈ ભગવાન પાસે આવ્યા. પ્રભુને વંદન–નમસ્કાર કરી જાલિકુમારના કાળધર્મના સમાચાર આપ્યા; અને તેના ઉપકરણ ભગવાનને સોંપ્યા. ત્યારપછી ગૌતમ ગણધરના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે જાલિકુમાર વિજય નામના પ્રથમ અનુત્તર વિમાનમાં બત્રીસ સાગરોપમની સ્થિતિએ દેવ બન્યા છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી માનવભવ પ્રાપ્ત કરી સંપૂર્ણ કર્મનો ક્ષય કરશે. આ પ્રમાણે શેષ નવે ભાઈઓનું વર્ણન છે. તે બધા શ્રેણિકના જ પુત્ર છે. સાતકુમારોની માતા ધારિણી હતી. વેહલ અને વેહાયસની માતા ચેલણા હતી. અભયકુમારની માતા નંદા હતી. પ્રથમ પાંચનો સોળ વર્ષનો દીક્ષા પર્યાય હતો.તે પછીના ત્રણનો બાર વર્ષનો અને અંતિમ બે નો પાંચ વર્ષનો દીક્ષા પર્યાય હતો. પ્રથમ પાંચ અધ્યયનમાં વર્ણિત અણગાર ક્રમશઃ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. આગળના પાંચ અણગાર ક્રમશઃ સર્વાર્થસિદ્ધ, અપરાજિત, જયંત, વિજયંત અને વિજય નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. અંતે જાલિકુમારની જેમ બધા જીવ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પ્રાપ્ત કરી મોક્ષે પધારશે. (સંથારા પહેલા ફરીને મહાવ્રતો કે અણુવ્રતોનું સ્મરણ, ઉચ્ચારણ વ્રતોની શુધ્ધિ તથા સ્મૃતિ માટે આવશ્યક છે.) બીજો વર્ગ આ વર્ગમાં તેર અધ્યયન છે. જેમાં દીર્ઘસેન આદિ શ્રેણિકના પુત્ર અને ધારિણીના અંગજાત તેર જીવોનું વર્ણન છે. આ બધા સગા ભાઈ હતા. યૌવનવયમાં રાજકન્યાઓનો ત્યાગ કરી ભગવાનની પાસે દીક્ષિત થયા અને સોળ વર્ષ સુધી સંયમ તપનું પાલન . અંતે એક મહિનાનો સંથારો કરી, કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. તેમના શ્રુત અધ્યયન અને તપ આદિનું વર્ણન જાલિકુમારની જેમ સમજવું. આ તેરમાંથી ક્રમશઃ બે વિજય અનુત્તર વિમાનમાં, બે વિજયંતમાં, બે જયંતમાં, બે અપરાજિતમાં ઉત્પન્ન થયા, શેષ અંતિમ પાંચ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. તેર ભાઈઓ દેવાયુ પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને યથાસમય તપ–સંયમનું પાલન કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ–બુદ્ધ–મુક્ત થશે. Page #58 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 58 ત્રીજો વર્ગ– કાકંદીના ધન્યકુમાર આદિ પ્રાચીનકાળે કાકંદી નામની સમૃદ્ધ નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં ભદ્રા નામની શેઠાણી રહેતી હતી. તેને ધન્યકુમાર નામનો પુત્ર હતો; જે અનેક શ્રેષ્ઠ લક્ષણોથી સંપન્ન હતો. પાચ ધાવમાતાઓથી તેનું લાલન પાલન થયું. કળાચાર્યની પાસે રહી ૭૨ કળાઓમાં, અનેક ભાષાઓમાં અને શાસ્ત્રોમાં પારંગત થયા. માતાએ તેના માટે તેત્રીસ ભવનો તૈયાર કરાવ્યા. ખૂબ આડંબરથી તેના બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓ સાથે લગ્ન થયા. તે ધન્યકુમાર અપાર ધન, વૈભવ અને મનુષ્ય સંબંધી સુખોનો ઉપભોગ કરતાં સમય વ્યતીત કરવા લાગ્યા. એક વખત કાકંદી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પરિષદ દેશના સાંભળવા ગઈ, ધન્ય કુમાર પણ ગયા. ઉપદેશ સાંભળી ધન્યકુમાર સંસારથી વિરક્ત થયા અને માતાની અનુમતિ મેળવી સંયમ લેવાની ભાવના વ્યક્ત કરી. પુત્ર મોહના કારણે વચન સાંભળતાં જ માતા દુઃખ પામી. થોડો સમય વ્યતીત થતાં સ્વસ્થ બની અને વિલાપ કરતી પુત્રને સમજાવવા લાગી કે હે પુત્ર! અત્યારે દીક્ષા ન લે. મારા મૃત્યુ પછી તું દીક્ષા લેજે. ક્ષણભર પણ તારો વિયોગ મારાથી સહન કરી શકાય નહીં. - ધન્યકુમાર માતાને કહે છે કે માતા! મનુષ્ય જીવન ક્ષણ ભંગુર છે. કામભોગ અવશ્ય ત્યાગવા યોગ્ય છે. કોણ પહેલાં અને કોણ પછી મૃત્યુ પામશે તેની ખબર નથી. તેથી હું હમણાં જ સંયમ ગ્રહણ કરીશ. અંતે માતાએ અનુમતિ આપી. તે નગરીના જિતશત્રુ રાજાએ કૃષ્ણ મહારાજની જેમ ભવ્ય દીક્ષા મહોત્સવ ર્યો. ભગવાનની સમક્ષ પહોંચી ધન્યકુમારે પંચમુષ્ટિ લોચ ર્યો. ભગવાને રાજા તથા માતાની આજ્ઞાથી દીક્ષા પાઠ ભણાવ્યો. ધન્યકુમાર હવે ધન્ના અણગાર બન્યા. દીક્ષાના દિવસથી જ ધન્ના અણગારે આજીવન છઠ્ઠના પારણે છઠ્ઠ કરવાની પ્રતિજ્ઞા કરી. પારણામાં પણ આયંબિલ કરવું અને એવો રૂક્ષ આહાર લેવો કે જેને અન્ય કોઈ યાચક લેવા ન ઇચ્છે–ફેંકી દેવા યોગ્ય હોય. આ પ્રકારે અભિગ્રહ કરી મુનિ પારણા માટે ફરતાં હતાં. તેઓને ક્યારેક પાણી મળે તો અન્ન ન મળતો અને ક્યારેક આહાર મળે તો પાણી ન મળતો. જે મળતું તેમાં સંપૂર્ણ સંતોષ માની, કોઈપણ પ્રકારનો ખેદ ર્યા વિના તેઓ સમભાવે વિધિપૂર્વક આહાર ગ્રહણ કરતા. આવું ઉત્કૃષ્ટ તપ કરવાથી તેમનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. તેમના આ તપોમય શરીરના અંગ–ઉપાંગનું વર્ણન ઉપમાસહિત સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. અંતે બતાવ્યું છે કે ધન્ના અણગાર તપ તેજથી અત્યંત શોભી રહ્યા હતા. અને આત્માના બળથી જ ચાલી રહયા હતા. ધન્ના અણગારે આવશ્યક સૂત્ર અને અગિયાર અંગસૂત્રોનું અધ્યયન ક્યું. તપ-સંયમથી આત્માને ભાવિત કરતાં ભગવાનની સાથે ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. એક વખત ભગવાન રાજગૃહી નગરીમાં પધાર્યા. શ્રેણિક રાજા દર્શન કરવા આવ્યા. ધર્મોપદેશ સાંભળી પૂછ્યું કે, 'ભંતે! ગૌતમ આદિ સહિત ચૌદહજાર મુનિઓમાં સૌથી વધુ દુષ્કર ક્રિયા કરનાર કોણ છે.' પ્રભુએ જણાવ્યું કે વર્તમાને સર્વ મુનિઓમાં ધના અણગાર દુષ્કર કરણી કરનાર છે અને મહાનિર્જરા કરનાર છે. આ સાંભળી શ્રેણિક અત્યંત હર્ષિત થયા. ધન્ના અણગાર સમીપે આવી ધન્ય ધન્ય કહેતા તેમના ગુણગ્રામ ર્યા. ભક્તિસભર વંદન ર્યા અને પાછા ફર્યા. કાલાંતરે ધન્ના અણગારે પણ જાલિકુમારની જેમ વિપુલપર્વત પર ચઢી સંલેખના કરી, નવમાસની દીક્ષા પાળી, એક માસનો સંથારો કરી સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામી સિદ્ધ થશે. પ્રસ્તુત અધ્યયનમાંથી એ શિક્ષા લેવી જોઇએ કે આત્મ-કલ્યાણની ઇચ્છાથી સંસારનો ત્યાગ ર્યા બાદ સાધકે ક્યાંય મમત્વ ન રાખવું જોઇએ. શરીરના મમત્વનો પણ ત્યાગ કરી તપ–સંયમમાં પુરુષાર્થ કરવો જોઇએ. આ પ્રકારે જ વર્તતાં લીધેલો સંયમ સાર્થક બને છે. સુનક્ષત્ર આદિ શેષ નવનું વર્ણન પણ ધન્ના અણગારની જેમ જ સમજવું. નગરી, માતાનું નામ તથા દીક્ષા પર્યાયમાં કંઈક તફાવત છે. તે સર્વે ઉત્કૃષ્ટ તપ–સંયમની આરાધના કરી સર્વાર્થસિદ્ધમાં ગયા. આ વર્ગમાં ૯ મહિના અને ૬ મહિનાની દીક્ષા દરમ્યાન અગિયાર અંગોના અધ્યયનનું વર્ણન મનનીય છે. ત્રીજા વર્ગમાં વેહલકુમાર સિવાય ૯ના પિતા દીક્ષા પૂર્વે દિવંગત થઈ ગયા હતાં. પ્રથમ વર્ગમાં શ્રેણિકના પ્રસિદ્ધ પુત્ર 'વેહલ' અને 'વેહાસય'નું વર્ણન છે. બીજામાં 'હલ' નામ આવ્યું છે અને ત્રીજામાં 'વૈહલ્લ' નામ આવ્યું છે. આ બધા ભિન્ન ભિન્ન છે. ઉપલબ્ધ સૂત્ર પદ્ધતિમાં નામની સામ્યતા હોવી સહજ છે. વિપાક ગમિક સૂત્રો ઃ સૂત્રો કંઠસ્થ રાખવાની પરંપરામાં સુગમતા માટે એક સરખા વર્ણનો કે પાઠો માટે નિર્દેશ નો ઉપયોગ થતો . આમાં લાબાં વર્ણનો વારંવાર ન કરતાં એક જ પાઠનો ઉપયોગ થતો . તેથી આ સૂત્રના પાઠો તથા અન્ય અનેક સૂત્રનાં કેટલાંક પાઠ ગમિક (એક સરખા) છે. પ્રસ્તાવના : આ સંસારના સમસ્ત જીવો કર્મના વિપાક પ્રમાણે પ્રવાહિત થઈ રહ્યા છે. આ પ્રવાહમાં જીવ શુભ કર્મના સંયોગથી સુખી સાંસારિક અવસ્થા પ્રાપ્ત કરે છે અને અશુભ કર્મના સંયોગથી દુઃખી અવસ્થા પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત સૂત્રમાં આવા બન્ને પ્રકારના આત્માઓના જીવન વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. કર્મ વિપાકના વર્ણનના કારણે આ સૂત્રનું નામ વિપાક સૂત્ર રાખવામાં આવ્યું છે. આ અગિયારમું અંગસૂત્ર છે. તેના બે શ્રુતસ્કંધ છે. (૧) દુઃખ વિપાક અને (૨) સુખ વિપાક. દુઃખવિપાકમાં પાપકર્મનું અને સુખવિપાકમાં પુણ્યકર્મનું ફલ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ કથા પ્રધાન અંગ શાસ્ત્ર ગણધર રચિત્ત છે. ભગવાન મહાવીર સ્વામીએ મોક્ષ પધારતાં પહેલાં ભવી જીવોના ઉદ્ધાર અર્થે (૫૫+૫૫) ૧૧૦ અધ્યયન દુઃખ અને સુખ વિપાકના જણાવ્યા છે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્ર ૧૨૧૬ ગાથા પ્રમાણ છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ jainology આગમસાર પ્રથમ શ્રુતસ્કંધ – દુ:ખ વિપાક : પ્રથમ અધ્યયન – મૃગાપુત્ર ભગવાન મહાવીરના વિચરણ કાલમાં મૃગગ્રામ નામનું નગર હતું. વિજયક્ષત્રિય નામનો રાજા ત્યાં રાજ્ય કરતો હતો. મૃગાદેવી તેની રાણી હતી. તેણે એક બાળકને જન્મ દીધો. તે મહાન પાપ કર્મોના ઉદયથી પ્રભાવિત હતો. તે જન્મથી જ આંધળો અને બહેરો હતો. તેને આંખ, કાન, નાક, હાથ-પગ આદિ અવયવ નહોતાં. ફક્ત નિશાનીઓ જ હતી. શરમના કારણે અને પતિની આજ્ઞાથી મૃગાદેવી તેનું ગુપ્ત રૂપે પાલન-પોષણ કરતી. તેને એક ભોયરામાં રાખવામાં આવ્યો હતો. તેને જન્મ પહેલાં ગર્ભમાં જ ભસ્મક રોગ લાગુ પડ્યો હતો જેથી આહાર કરતાં તુરત જ તેના શરીરમાંથી પરૂ અને લોહી વહેતું. મૃગારાણીનો આ પ્રથમ દીકરો હતો. ત્યાર પછી ચાર પુત્રો થયા હતા જે સુંદર, સુડોળ અને રૂપ ગુણ યુક્ત હતા. એક વખત તે નગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ધર્મદેશના સાંભળવા આવેલી પરિષદમાં રાજા પણ હતા, સાથે એક દીન-હીન જન્માંધ વ્યક્તિ પણ હતી. જેને આંખોવાળો એક માણસ તેની લાકડી પકડી, અહીં-તહીં લઈ જતો હતો. તેને જોઈ ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછયો – 'ભંતે! આ કેવો દુઃખી આત્મા છે! આના જેવો બીજો કોઈ દુઃખી નહીં હોય!' ઉત્તરમાં ભગવાને ભોંયરામાં રહેલા મૃગાપુત્રનું વર્ણન ક્યું. તેથી ગૌતમ સ્વામીએ તેને જોવાની ભાવના વ્યક્ત કરી. મૃગા પુત્રનું વિભત્સ દ્રશ્ય : ભગવાનની આજ્ઞા લઈ ગૌતમ સ્વામી મૃગારાણીના મહેલે પધાર્યા. મૃગારાણીએ સત્કાર-સન્માન ક્ય. આવવાનું કારણ પૂછ્યું. ગૌતમ સ્વામીએ પુત્ર જોવાની ભાવના વ્યક્ત કરતાં મૃગારાણીએ પોતાના ચાર સુકુમારોને ઉપસ્થિત ક્ય. ગૌતમ સ્વામીએ સ્પષ્ટતા કરી કે આ પુત્રોનું મારે પ્રયોજન નથી પણ ભોંયરામાં રાખેલ પ્રથમ પુત્રને જોવો છે. મૃગારાણીએ આશ્ચર્ય પૂછયું કે આ ગુપ્ત વાતનું રહસ્ય કોના દ્વારા જાણવા મળ્યું? ગૌતમ સ્વામીએ કહ્યું કે, સર્વજ્ઞ, સર્વદર્શી મારા ધર્મગુરુ ધર્માચાર્ય ભગવાન મહાવીર સ્વામી દ્વારા મને જાણવા મળ્યું છે.' મૃગારાણીએ ભોજનની ગાડી ભરી, ગૌતમ સ્વામીને દોરતી ભોયરા પાસે પહોંચી,ગૌતમ સ્વામીને નાક ઢાંકવા કહ્યું. દરવાજો ખોલતાં જ અસહ્ય દુર્ગધ આવી. તે દુર્ગધ પ્રાણીઓના સડેલા મુડદાઓ જેવી નહિં પણ તેથી પણ વધારે ખરાબ હતી. નાક ઢાંકીને બને અંદર ગયા. મૃગારાણીએ તે પુત્રની પાસે આહાર રાખ્યો. ખૂબ આસક્તિથી, શીઘતાએ તે આહાર ખાઈ ગયો. તત્કાળ તે આહાર પરિણમન થઈ, પચી જઈ રસી અને લોહીના રૂપમાં બહાર આવ્યો તેને પણ તે ચાટી ગયો. ગૌતમ સ્વામી વિચારવા લાગ્યા કે મેં નરક તથા નારકી નથી જોયા પણ આ બાળક નરક સમાન વેદનાઓનો અનુભવ કરતો પ્રત્યક્ષ જણાય છે. આ બીભત્સ છતાં દયનીય દશ્ય જોઈ ગૌતમ સ્વામી પાછા આવ્યા. ભગવાનને તેની દુર્દશાનું કારણ પૂછ્યું ત્યારે ભગવાને તેનો પૂર્વભવ કહ્યો – ઈકાઈ રાઠોડ:– ભારતવર્ષમાં શતકાર નરેશના પ્રતિનિધિ વિનયવર્ધમાન નામના ખેડનો શાસક ઈકાઈ' નામનો રાષ્ટકટ (રાઠોડ) હતો. આ રાષ્ટ્રકૂટ અત્યંત, અધર્મી, અધર્માનુયાયી, અધર્મનિષ્ઠ, અધર્મદર્શી, અધર્મપ્રજ્વલન એવં અધર્માચારી હતો. આદર્શ શાસકમાં જે વિશેષતા હોવી જોઇએ તેમાંથી એક પણ નહતી. એટલું જ નહિ, તે દરેક રીતે ભ્રષ્ટ અને અધમ શાસક હતો. પ્રજાને વધુને વધુ પીડવામાં જ આનંદ માનતો હતો. તે લાંચ લેનાર હતો. નિરપરાધ લોકો ઉપર જૂઠા આરોપ મૂકી તેમને પરેશાન કરતો હતો. રાત-દિવસ પાપ કૃત્યોમાં તલ્લીન રહેતો. તીવ્રતર પાપકર્મોના આચરણથી તાત્કાલિક ફળ એ મળ્યું કે તેના શરીરમાં અસાધ્ય સોળ મહારોગ ઉત્પન્ન થયા. આ રોગોના ફળ સ્વરૂપ હાય વોય કરતો મૃત્યુ પામ્યો. પાપના ફળને ભોગવવા પહેલી નરકમાં નારકી પણે ઉત્પન્ન થયો. નરકમાં એક સાગરોપમનું લાંબું આયુષ્ય ભોગવ્યા પછી અહી મૃગા પુત્રના રૂપે જન્મ લીધો. આગામી ભવો :-મૃગાપુત્રના ભૂતકાળની આ કથા સાંભળીને ગૌતમ સ્વામીએ તેના ભવિષ્ય માટે પૂછયું. ભગવાને મૃગાપુત્રનું ભવિષ્ય બતાવતાં કહ્યું કે – (૧) અહીં ૨૬ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ (૮) સિંહરૂપે જન્મ લેશે. નરકમાં ઉત્પન્ન થશે. (૯) ચોથી નરકમાં જશે. (૨) એક સાગરોપમનું નરકનું આયુષ્ય ભોગવી (૧૦) ઉપર જાતિમાં જન્મ લેશે. - સિંહરૂપે ઉત્પન્ન થશે. (૧૧) પાંચમી નરકમાં જશે. ત્યાર પછી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. (૧૨) સ્ત્રીરૂપે પાપાચારનું સેવન કરશે. સરીસર્પ થશે. (૧૩) છઠ્ઠી નરકમાં જશે. ત્યારપછી બીજી નરકમાં જશે. (૧૪) મનુષ્ય ભવમાં અધર્મનું સેવન કરી. (૬) પક્ષી યોનિમાં ઉત્પન થશે. (૧૫) સાતમી નરકમાં જશે. (૭) ત્રીજી નરકભૂમિમાં જશે. ત્યાર પછી લાખો વખત જલચર જીવોની સાડા બાર લાખ કુલકોટિમાં ચતુષ્પદોમાં, ઉરપરિસર્પોમાં, ભુજપરિસર્પોમાં, ખેચરોમાં, ચઉરેન્દ્રિયમાં, તેઈન્દ્રિયમાં, બેઈન્દ્રિયમાં, વનસ્પતિમાં, વાયુકાય, અપકાય, તેઉકાય તથા પૃથ્વીકાયમાં લાખો-લાખો વખત જન્મ ધારણ કરશે. દીર્ઘકાળ સુધી ભવભ્રમણ કરી અપાર વેદનાઓ ભોગવ્યા પછી બળદના રૂપે જન્મશે. તત્પશ્ચાત્ તેને મનુષ્ય ભવની પ્રાપ્તિ થશે. ત્યાં સંયમની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. પ્રેરણા – શિક્ષા:- આ અધ્યયનથી મળતો બોધ:(૧) રાજ શાસનના માધ્યમ દ્વારા પ્રાપ્ત સત્તાનો દુરુપયોગ કરવાવાળા, લાંચ લેનાર, પ્રજા ઉપર અનુચિત્ત કર–ભાર લાદનાર, તે સિવાય અન્ય આવાં પાપાચરણો કરનારાઓના ભવિષ્યનું આ નિર્મળ દર્પણ છે. આજના વાતાવરણમાં પ્રસ્તુત અધ્યયન અને આગળનાં અધ્યયન પણ ઉપયોગી છે. (૨) પતિની આજ્ઞાથી મૃગારાણીએ દુસ્સહ દુર્ગધયુક્ત તે પાપી પુત્રની પણ સેવા કરી હતી. આ કર્તવ્યનિષ્ઠા એવું પતિપરાયણતાનો અનુપમ આદર્શ છે. (૩) પાપી, અધર્મિષ્ઠ આત્મા પોતે દુઃખી થાય છે અને અન્યને દુઃખી કરે છે. જેવી રીતે ખાદ્ય સામગ્રીમાં પડેલી માખી. Page #60 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 60 (૪) સત્તા અને પુણ્યના નશામાં વ્યક્તિ કોઈની પરવાહ નથી કરતો. ભવિષ્યના કર્મબંધનો પણ વિચાર નથી કરતો. તેમ છતાં દુઃખ દાયી કર્મો તો ભોગવવા જ પડે છે. તેથી નાના—મોટા કોઈપણ પ્રાણીને મન–વચન-કાયાથી કષ્ટ પહોંચાડતાં પ્રાણીઓ પોતાના માટે દુ:ખનો પહાડ તૈયાર કરે છે. (૫) સૌંદર્યપૂર્ણ દશ્યને જોવાની આસક્તિ સાધુને માટે અકલ્પનીય છે. પણ ગંભીર જ્ઞાન, અનુપ્રેક્ષા, અન્વેષણ આદિ હેતુએ જાણવા–જોવાની જિજ્ઞાસા થવી તે અલગ બાબત છે. તે ગીતાર્થની આજ્ઞાનુસાર કરવું જોઇએ. જેવી રીતે ગૌતમ સ્વામી આજ્ઞા લઈ મૃગા પુત્રને જોવા ભોંયરામાં ગયા હતા. બીજું અધ્યયન – ઉજિઝતક આ અધ્યયનનું નામ 'ઉજિઝતક' છે. આમાં તે નામના દુ:ખી બાલકનું જીવન વૃત્તાંત છે. વાણિજ્યગ્રામમાં વિજયમિત્ર સાર્થવાહનો ઉજિઝતક નામનો દીકરો હતો. તે સર્વાંગ સુંદર અને રૂપ સંપન્ન હતો. સંયોગવશાત્ ઉજિઝતકના માતા–પિતા કાળધર્મ પામ્યા. થોડું ઘણું ધન હતું તે નષ્ટ થઈ ગયું. રાજ કર્મચારીઓએ લઈ લીધું અને ઉજિઝતકને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. શૂળીની સજા :—તે સાર્થવાહ પુત્ર નગરમાં ભટકતો અનેક દુર્વ્યસનોનો ભોગ બન્યો. દારૂ પીવો, જુગાર રમવો, ચોરી કરવી ઇત્યાદિ પ્રવૃત્તિમાં સમય પસાર કરતાં હવે કામધ્વજા વેશ્યાના ઘરે પહોંચ્યો. ત્યાં તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો. એકદા વિજયમિત્રની રાણીના ઉદરે શૂળરોગ ઉત્પન્ન થતાં રાજાએ તેને તરછોડી દીધી. પોતે કામજાના આવાસે જવા-આવવા લાગ્યા. ત્યાં ઉજિઝતકને જોતાં તેને કાઢી મૂક્યો. રાજા સ્વયં ગણિકા સાથે મારુષિક વિષયભોગોનો ઉપભોગ કરવા લાગ્યો. ઉજિઝતક વેશ્યામાં આસક્ત હતો. તક મળતાં તે ચૂકતો નહિ. એક વખત રાજા તેને જોઈ ગયો. પ્રચંડ ગુસ્સામાં તેને શૂળીએ ચઢાવવાનો આદેશ ર્યો. રાજાના આદેશ અનુસાર રાજકર્મચારી તેને બાંધી, જુદા જુદા પ્રકારે મારપીટ કરતા, નગરમાં ફેરવી રહ્યા હતા. તે વખતે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમ સ્વામી છઠ્ઠના પારણે ભિક્ષા માટે વાણિજ્યગ્રામમાં પધાર્યા. રસ્તામાં તેઓએ નાક–કાન કાપેલા, હાથને પીઠ પાછળ બાંધેલ, બેડીઓ પહેરાવેલ ઉજિઝતકને જોયો. જેના શરીરમાંથી તલ–તલ જેટલું માંસ કાઢી તેનેજ ખવડાવતા હતા અથવા પક્ષીઓને ખવડાવતા હતા. માણસો તેને સેંકડો પત્થરો તથા ચાબુકોનો માર મારતા હતા. ગૌતમ સ્વામી ગોચરી વહોરી ભગવાન પાસે આવ્યા અને રસ્તામાં જોયેલ માણસની દુઃખમય અવસ્થાનું કારણ પૂછ્યું. પૂર્વભવ :–ભગવાને તેના પૂર્વભવનું વર્ણન ર્યું. આ જંબુદ્રીપમાં હસ્તિનાપુર નામનું નગર હતું. સુનંદ નામનો રાજા હતો. તેની ખૂબ વિશાળ ગોશાલા હતી. જ્યાં અનેક પશુ નિર્ભય થઈને રહેતાં હતાં અને પ્રચુર ભોજન–પાણી લેતાં હતાં. તે નગરમાં ભીમ નામનો કોટવાળ રહેતો હતો. જે અધર્મિષ્ઠ હતો. એક વખત તેની પત્ની ઉત્પલાએ પાપબુદ્ધિવાળા એક પુત્રને જન્મ દીધો. તેના જન્મ સમયે ગાયો અને બીજા પ્રાણીઓ ભયભીત થયા, આક્રંદ ર્યો,ત્રાહિત થયા જેથી તેનું નામ ગોત્રાસક રાખવામાં આવ્યું. તેનો મુખ્ય સ્વભાવ પશુઓને દુઃખ દેવાનો એટલે કે મારવું, પીટવું તથા અંગોને હીન કરવા. તે હંમેશા અડધી રાત્રે ઉઠી ગૌશાળામાં જતો અને પશુઓને સંત્રસ્ત કરી આનંદ માનતો. સાથે જ માંસ–મદિરાના સેવનમાં મસ્ત રહેતો. આ પ્રકારે ક્રૂર આચરણ કરતો થકો ૫૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી બીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ત્રણ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી અહીં ઉજિઝતક કુમાર બન્યો અને પૂર્વકૃત શેષ કર્મોને આ દારૂણ દુ:ખો દ્વારા ભોગવી રહ્યો છે. ઉજિઝતકનો પૂર્વભવ સાંભળી ભવિષ્યના વિષયમાં ગૌતમ સ્વામીએ પૂછ્યું. ભગવાને ભવિષ્ય ભાખ્યું – આજે સાંજે શૂલી ઉ૫૨ ૨૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી પાપિષ્ઠ વાંદરો થશે. ત્યાર પછી વેશ્યાપુત્ર પ્રિયસેન નામનો કૃત નપુંસક થશે. ત્યાં એકવીસ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી, મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. આ રીતે મૃગાપુત્રની સમાન નરક–તિર્યંચ ગતિમાં ભવભ્રમણ કરશે. અંતે પાડો બનશે. ત્યાંથી કાળ કરીને શ્રેષ્ઠિપુત્ર થશે. સંયમ પાલન કરી દેવલોકમાં જશે. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે. પ્રેરણા શિક્ષા : જન્મ જન્માંતર સુધી પાપાચરણના સંસ્કાર ચાલે છે. તેજ રીતે ધર્મના સંસ્કારોની પણ અનેક ભવ સુધી પરંપરા ચાલે છે. માંસાહારમાં આસક્ત વ્યક્તિને અને નિરપરાધ ભોળા પશુઓને સંત્રાસિત કરનારને આ ભવમાં તથા ભવોભવમાં વિચિત્ર વિટંબણાઓ ભોગવવી પડે છે. ત્રીજું અધ્યયન – અભગ્નસેન આ અધ્યયનનું નામ 'અભગ્નસેન' છે. આમાં તે નામના એક ચોર સેનાપતિનું જીવન વૃત્તાંત છે. પ્રાચીન કાળમાં પુરિમતાલ નામનું નગર હતું. ત્યાંનો રાજા મહાબળ હતો. નગરીથી થોડે દૂર ચોરપલ્લી હતી; તેમાં વિજય ચોર પાંચસો ચોરોનો સેનાપતિ હતો. તે મહા અધર્મી હતો. તેના હાથ લોહીથી રંગાયેલા રહેતા. પુરિમતાલ તથા આસપાસના બધા ગામના લોકોને તે ત્રાસ પહોંચાડતો હતો. તે મૃત્યુ પામતાં તેનો દીકરો અભગ્નસેન ચોરોનો સેનાપતિ બન્યો. તે પણ પિતા જેવો જ અધર્મી હતો. એક વખત નગરવાસીઓએ મહાબળ રાજા પાસે અભગ્નસેનની ફરિયાદ રજૂ કરી. રાજાએ કોટવાળને આદેશ આપ્યો – 'ચોરપલ્લી ઉપર આક્રમણ કરી અભગ્નસેનને જીવતો પકડી હાજર કરો.' કોટવાળ સેના સહિત પલ્લીમાં ગયો. યુદ્ધ થયું. ચોરોનો વિજય થયો. કોટવાળે આવી કહ્યું કે બળથી પકડવો અશક્ય છે. સેનાપતિને ઉગ્રદંડ :- રાજાએ છળકપટથી પકડવાનો નિર્ણય ર્યો. અભગ્નસેનના ચોરોને અનેક પ્રકારની સામગ્રીઓ મોકલવા લાગ્યા. ત્યાર પછી સેનાપતિને પણ ઉચિત્ત સમયે અમૂલ્ય ભેટ મોકલાવતા. એક વખત દસ દિવસનો પ્રમોદ મહોત્સવ ઉજવવાનો નિર્ણય ર્યો. જેમાં ચોર વગેરેને આમંત્રણ અપાયા. ચોરના સેનાપતિને ખૂબ સન્માનપૂર્વક રહેવા સ્થાન આપ્યું. પછી તેમના સ્થાને ખાદ્ય સામગ્રી તથા વિશિષ્ટ મદિરાઓ મોકલાવી. ચોરો ખાઈ-પી નશામાં ચકચૂર બની બેભાન બન્યા. ત્યારે રાજાએ તે બધાને Page #61 -------------------------------------------------------------------------- ________________ jainology | પકડી લીધા. બંધનથી બૂરી રીતે બંધાયેલ અભગ્નસેનને અનેક પ્રહારોથી દંડતા થકા નગરમાં ફેરવ્યો. ૧૮ ચૌટા ઉપર તેની દુર્દશા થઈ. તેની માતા આદિ અનેક પરિવારજનોને તેની સામે જ ચૌટા ઉપર માર મારી જબરજસ્તીથી તેઓને તેનું માંસ ખવડાવતા અને લોહી પીવડાવતા. ૧૮ ચૌટા ઉપર આવી દુર્દશા કરી તેના સમસ્ત સ્વજન પરીજનોને મોતને ઘાટ ઉતારી નાખ્યા અને ત્યાર પછી અભગ્નસેનને શૂળીએ ચઢાવવામાં આવ્યો. ગૌતમ સ્વામી ભિક્ષાર્થ ભ્રમણ કરતાં કોઈ ચૌટા ઉપર ચોરની દુર્દશા જોઈ ભગવાન પાસે આવ્યા. તેના દુઃખોનું કારણ પૂછતાં પૂર્વભવ કહ્યો. પૂર્વભવ ઃ–આ પુરિમતાલ નગરમાં નિર્ણય નામનો ઈંડાનો વેપારી રહેતો હતો. તે ઇંડાને બાફી–પકાવી નોકરો દ્વારા રાજમાર્ગ ઉપર વેચતો. પોતે પણ ઇંડાને ખાતો અને શરાબ પીવામાં આનંદ માનતો આ રીતે પાપમય પ્રવૃત્તિ કરતો હજાર વર્ષનું આયુષ્ય ભોગવી ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો ત્યાંનું સાત સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અભગ્નસેન ચોર સેનાપતિ બન્યો છે. રાજા દ્વારા છળ કપટથી પકડાઈ દુઃખમય વેદના સહી રહ્યો છે. 61 આગામીભવ :–ભૂતકાળની વાત સાંભળ્યા પછી ભવિષ્ય જાણવાની જિજ્ઞાસા ગૌતમ સ્વામીને થઈ. ભગવાને તે પણ પ્રકાશ્યું. આજે જ શૂળી ઉપર ૭૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. પછી મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે બનારસમાં 'સુવર' બનશે. શિકારીઓ દ્વારા મારવામાં આવશે. પછી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ સ્વીકારી દેવલોકમાં જશે, ત્યાંથી મહાવિદેહમાં અને મોક્ષે જશે. આગમસાર શિક્ષા – પ્રેરણા :– શારીરિક બલ કેટલુંય પણ હોય પરંતુ જ્યારે પાપનો કુંભ ભરાઈ જાય તો ફૂટતા વાર ન લાગે. પાપકૃત્યો કરનારો ચોર પોતે અભગ્નસેન શક્તિથી નહિ પણ કપટથી પકડાયો અને આ ભવમાં જ ઘોર દુઃખો પ્રાપ્ત કરી આગળ પણ દુ:ખોને જ પામ્યો. માટે કર્મ કરતાં પહેલાં જ તેના ફળ(વિપાક) નો વિચાર કરવો . ચોથું અધ્યયન – - શકટકુમાર આ અધ્યયનનું નામ શકટકુમાર છે. આમાં તે નામના દુ:ખી બાળકનું જીવન વૃત્તાંત છે. સાહંજણી નામની નગરીમાં મહાચંદ્ર રાજાનો સુષેણ નામનો પ્રધાન હતો. તે જ નગરમાં સુભદ્ર સાર્થવાહનો શકટકુમાર નામનો પુત્ર હતો. જે સુંદર એવં રૂપ સંપન્ન હતો. દુર્ભાગ્યવશ તેના માતા–પિતા કાળધર્મ પામ્યા. ઉજિઝતકની સમાન એને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકાયો. ભટકતો ભટકતો તે સુદર્શના વેશ્યાને ત્યાં પહોંચ્યો. ત્યાં જ ભોગાસક્ત બની રહેવા લાગ્યો. એક વખત સુષેણ મંત્રીએ તેને વેશ્યાના ઘરમાંથી હાંકી કાઢયો અને તે વેશ્યાને પોતાની પત્ની સ્વરૂપમાં સ્વીકારી લીધી. ક્યારેક મોકો મળતાં શકટકુમાર પણ મંત્રી પત્ની વેશ્યાના ઘરે ગયો અર્થાત્ સુદર્શના પાસે પહોંચ્યો. સંયોગવશાત્ મંત્રીનું આગમન થતાં પકડાઈ ગયો. મંત્રીએ તેને રાજા પાસે ઉપસ્થિત ર્યો. 'મારા અંતઃપુરમાં પ્રવેશ કરવાનો અપરાધ ર્યો છે' આ પ્રમાણે ફરિયાદ કરતાં રાજાએ કહ્યું, 'તમને યોગ્ય લાગે તે દંડ કરો.' શકટ અને સુદર્શના બન્નેને બાંધી ચૌટા ઉપર મારતા મારતા નગરમાં ફેરવ્યા. ગૌતમ સ્વામીનું નગરીમાં ભિક્ષાર્થે પદાર્પણ થયું. બન્નેની દુર્દશા જોઈ ભગવાન પાસે દયનીય દશ્યનું વર્ણન કરી તેનું કારણ પૂછ્યું. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન ર્ક્યુ. પૂર્વભવ : આ ભારતવર્ષમાં છગલપુરમાં છણિક નામનો કસાઈ રહેતો હતો. જે ધનાઢય છતાં અધર્મી હતો. તે માંસ–મદિરા સેવનમાં આસક્ત હતો. તે સેંકડો–હજારો પશુઓ રાખતો. મુખ્યતાએ બકરાના માંસનો વ્યાપાર કરતો હતો તેમ છતાં મૃગ, ગાય, બળદ, સસલા, સૂવર, સિંહ, મોર, પાડા આદિનું માંસ પણ વેચતો હતો. પશુઓનું માંસ પકાવી નોકરો દ્વારા નગરમાં વેચતો અને પોતે પણ ખાતો. આવી પાપમય પ્રવૃત્તિને તે પોતાનું સર્વોત્તમ કર્તવ્ય સમજતો. તેથી કલિષ્ટ કર્મોનું ઉપાર્જન કરી, સાતસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ચોથી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં દસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી. દુ:ખમય જીવન પસાર કરી અહીં શકટકુમાર બન્યો છે. વેશ્યામાં આસક્ત થવાથી અને પૂર્વકૃત કર્મોના ઉદયથી આવી દુર્દશા થઈ છે. આગામી ભગ :– હવે ચૌટા ઉપર ફેરવી બન્નેને વધસ્થાને લઈ જવામાં આવશે. ત્યાં ગરમ લોહ પ્રતિમાથી આલિંગન કરાવશે. આ પ્રકારે આજે જ મૃત્યુ પામી બન્ને પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી બંને ચાંડાલ કુળમાં યુગલ સ્વરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ બન્નેના નામ શકટ અને સુદર્શના રાખવામાં આવશે. યૌવન વય પ્રાપ્ત થતાં બન્ને પતિ-પત્ની બનશે. ત્યાં પણ અનેક પાપકર્મોનું ઉપાર્જન કરી પ્રથમ નરકમાં જશે. પછી મૃગાપુત્રની સમાન સંસાર ભ્રમણ કરતાં અંતે મચ્છ થશે. ત્યાંથી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ ગ્રહણ કરશે. ત્યારબાદ પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. બોધઃ– આ અધ્યયનમાં માંસાહાર, પંચેન્દ્રિય વધ, વેશ્યાગમન મદ્યપાન આદિ દુર્વ્યસનોનું કડવું પરિણામ બતાવ્યું છે. અત્યંત ભાગ્યશાળી આત્મા જ વ્યસનથી મુક્ત રહી શકે છે. માટે સુખ ઇચ્છનાર માનવીએ સદાય કુસંગત અને દુર્વ્યસનનો ત્યાગ કરવો જોઇએ. પાંચમું અધ્યયન – બૃહસ્પતિ દત્ત આ અધ્યયનનું નામ બૃહસ્પતિ દત્ત . તે નામના રાજ પુરોહિતનું જીવન વૃત્તાંત આ અધ્યયનમાં વર્ણવેલ છે. કૌશામ્બી નગરીમાં શતાનીક રાજાનો ઉદાયન નામનો રાજકુમાર હતો. સોમદત્ત રાજ પુરોહિત હતો. તેનો બહુસ્પતિદત્ત સર્વાંગ સુંદર પુત્ર હતો. રાજાનું મૃત્યુ થતાં ઉદાયન રાજા બન્યો અને બૃહસ્પતિદત્ત પુરોહિત બન્યો. પુરોહિત રાજાનો બાલ મિત્ર હતો, વળી પુરોહિત કર્મ કરતાં રાજાના કોઈપણ સ્થાનમાં નિઃસંકોચ બેરોકટોક ગમનાગમન કરતો. અંતઃપુરમાં પણ કસમયે જવા લાગ્યો. આ પ્રમાણે અંતઃપુરમાં વારંવાર જતાં મહારાણી પદ્માવતી દેવીમાં આસક્ત થયો અને યથેચ્છ ભોગ ભોગવવા લાગ્યો. એકાએક ઉદાયનની નજરમાં ઝડપાઈ ગયો. પ્રચંડ ક્રોધમાં આવતાં શૂળીની સજા ફરમાવી. રાજ કર્મચારીઓએ તેને બંધનોથી બાંધી, Page #62 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 62 મારતાં–પીટતાં, તેનું માંસ તેને જ ખવડાવતાં ઘોષણા કરતાં નગરમાં ફેરવ્યો. "બૃહસ્પતિદત્ત પોતાના અપરાધથી એટલે કે કુકર્મોથી દુ:ખી થઈ રહ્યો છે. તેને અન્ય કોઈ દુ:ખ નથી આપતા." પ્રભુ મહાવીરના પ્રથમ ગણધરે ભિક્ષાર્થે ભ્રમણ કરતાં આ દારૂણ દશ્ય જોયું. પ્રભુ પાસે જિજ્ઞાસા વ્યક્ત કરતાં પ્રભુએ તેનો પૂર્વભવ કહયો . પૂર્વભવ – પ્રાચીન કાળમાં સર્વતોભદ્ર નામનું નગર હતું. જિતશત્રુ રાજાનો મહેશ્વરદત્ત નામનો પુરોહિત હતો. તે રાજાની રાજ્યવૃદ્ધિ માટે હંમેશા એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્રના બાળકનું હૃદય કાઢી તેનાથી શાંતિ હોમ કરતો. અષ્ટમી–ચતુર્દશીના બે–બે બાળકો, ચૌમાસીના ચાર–ચાર બાળકો, છ માસીએ આઠ-આઠ બાળકો, સંવત્સરીએ ૧૬–૧૬ બાળકોના હૃદયનો શાંતિહોમ કરતો. રાજા જો યુદ્ધ માટે પ્રયાણ કરતા તો ૧૦૮–૧૦૮ બ્રાહ્મણ આદિના બાળકોનો હવન કરતો. સંયોગવશ એવું કરવાથી રાજા સદા વિજયી બનતો. તેથી રાજાને વિશ્વાસ બેસી ગયો. આ પ્રકારે અતિ રુદ્ર, બીભત્સ, ક્રૂર પાપકર્મ કરતા તેના ૩૦૦૦ વર્ષ નીકળી ગયા. અંતે કાળધર્મ પામી પાંચમી નરકમાં ગયો. ત્યાં સત્તર સાગરોપમનું આયુષ્ય ભોગવી બૃહસ્પતિદત્ત બન્યો છે. અહીં પૂર્વકૃત અવશેષ કર્મ ભોગવી રહ્યો છે. ભવિષ્ય :- - આજે સાંજે ૬૪ વર્ષનું આયુષ્ય ભોગવી શૂળી દ્વારા મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ક્રમશઃ બધી જ નરકમાં તેમજ એકેન્દ્રિય, વિકલેન્દ્રિમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે હસ્તિનાપુરમાં મૃગ થશે. જાળમાં ફસાઈ મૃત્યુ પામશે. ત્યાંથી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લઈ દેવલોકમાં ઉત્પન્ન થશે. પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા—પ્રેરણા—બોધ :– આ અધ્યયનમાં હિંસાના ક્રૂર પરિણામોનું અને પરસ્ત્રીગમનનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે. વ્યક્તિ કેટલીય ચતુરાઈ કરે પણ પાપ ક્યારેક તો પ્રગટ થઈ જ જાય. ભોગાશક્તિને કારણે રાણી સાથે પકડાતા બૃહસ્પતિદત્ત રાજપુરોહિત તે જ ભવમાં દારુણ દુ:ખે મૃત્યુને પામી ભવોભવ સુધી નરકનો મહેમાન થયો. માટે મન અને ઇચ્છાઓ પર અંકુશ રાખવો એ જ સુખી થવાનો માર્ગ છે. છઠ્ઠું અધ્યયન – નંદિવર્ધન આ અધ્યયનનું નામ નંદિવર્ધન છે. આમાં રાજકુમાર મંદિવર્ધનનું જીવન વૃત્તાંત છે. મથુરા નગરીમાં શ્રીદામ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને નંદિવર્ધન નામનો પુત્ર હતો. તે સર્વાંગસુંદર એવં લક્ષણયુક્ત હતો. યથાસમયે તેને યુવરાજ બનાવવામાં આવ્યો પણ શ્રીદામની ઉંમર લાંબી હતી તેથી યુવરાજની ૬૦ વર્ષની ઉંમર થવા છતાં રાજ્ય ન મળ્યું. રાજ્યલિપ્સા બળવત્તર બની. તેણે રાજાના મૃત્યુની વાંછા શરૂ કરી અને મારવાનો ઉપાય વિચારવા લાગ્યો. કોઈ અન્ય ઉપાય ન મળતાં તેણે રાજાની હજામત કરનાર હજામને અડધા રાજ્યનો લોભ બતાવી રાજાના ગળામાં છૂરી ભોંકી દેવાનો ઉપાય બતાવ્યો. હજામે એક વખત સ્વીકાર તો કરી લીધો પણ પછી ડરી ગયો. ભયનો માર્યો બધો વૃત્તાંત રાજાને જણાવી દીધો. રાજા રાજકુમાર ઉપર અત્યંત કોપિત થયા અને મૃત્યુદંડ જાહેર ર્યો. રાજપુરુષો દ્વારા બંધનમાં બાંધી, અનેક પીડાઓ આપતાં નગરમાં ફેરવ્યો. (ચૌટા ઉપર) અતિ ઉષ્ણ સિંહાસન ઉપર તેને બેસાડી, લોખંડ, ત્રાંબુ તથા શીશા આદિના ગરમ જલથી અભિષેક કરવા લાગ્યા. તે વખતે ગૌતમ સ્વામી ભિક્ષાર્થે પધાર્યા. દયનીય દશ્ય જોઈ ભગવાન પાસે નિવેદન ર્યું. પૂર્વભવ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. પૂર્વભવ :– સિંહપુર નગરમાં સિંહરથ રાજાનો દુર્યોધન નામનો જેલર હતો. જે અધર્મી એવં સંકલિષ્ટ પરિણામી હતો. તેની પાસે દંડ દેવાના અનેક સાધનો હતા. રાજના અપરાધી, ચોર, લૂટારા, ઘાતક, લંપટ આદિ કોઈપણ વ્યક્તિ જેલમાં આવે તેને નિર્દયતાપૂર્વક અનેક પ્રકારની યાતનાઓ આપતો. કોઈને હાથી, ઘોડા, ઊંટ, ભેંસ, બકરા આદિ પશુઓનું મૂત્રપાન કરાવતો. કોઈને તપ્ત તાંબુ, લોઢું, શીશું પીવડાવતો. વળી કોઈને વિભિન્ન પ્રકારના બંધનોથી મજબૂત બાંધતો. શરીરને વાળતો, સંકોચતો અથવા શસ્ત્રોથી ચીરતો. કોઈને ચાબૂક આદિથી માર મારી અધમૂઓ કરી દેતો. હાડકાના ચૂરેચૂરા કરી નાખતો. ઉંધા લટકાવી છેદન કરતો. ક્ષાર મિશ્રિત તેલથી મર્દન કરાવતો. અનેક મર્મ સ્થાનોમાં ખીલાઓ ઠોકતો. હાથ-પગની આંગળીઓમાં સોઈઓ ભોંકતો; અને તેનાથી જમીન ખોદાવતો. ભીના ચામડાથી શરીરને બાંધી તડકામાં બેસાડતો. ચામડું જ્યારે સૂકાઈ જતું અને સંકોચાઈ જતું ત્યારે તેને ખોલી નાખતો. આ પ્રકારે બહુ પાપકર્મ કરતો ૩૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ૨૨ સાગરોપમ સુધી દારૂણવેદના ભોગવી નંદિવર્ધન રૂપે ઉતપન્ન થયો છે. આજે ૬૦ વર્ષનું આયુષ્ય પૂરું કરી પ્રથમ નરકમાં જશે. ઘોર દુઃખો ભોગવતાં ભવભ્રમણ કરશે અંતે મચ્છ બનીને મૃત્યુ પામશે. ત્યાર પછી શ્રેષ્ઠી પુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ, મહાવિદેહક્ષેત્રમાં જઈ સિદ્ધ થશે. શિક્ષા : પિતા અને પુત્રનો સંબંધ નિકટનો સ્નેહ સંબંધ કહેવાય પરંતુ પૂર્વ ભવના અશુભ કર્મોનો સંયોગ હોવાના કારણે તે દ્વેષી અને વેરીનાં કામ કરી જાય છે. રાજકુમાર રાજાને મારવા ઇચ્છે અને તેના પરિણામે રાજા રાજકુમારને દારુણદંડ આપી મરાવી નાખે છે. આ સંસારના સંબંધ બધા પુણ્યાધીન છે માટે શુભકર્મ કરી આત્માનો વિકાસ કરવો જોઇએ અને કર્મક્ષય કરવામાં જ પુરુષાર્થ કરવો જોઇએ. સાતમું અધ્યયન – ઉંબરદત્ત આમાં પ્રબલ અશાતા વેદનીય કર્મના ઉદયવાળા સાર્થવાહ પુત્રનું દુઃખી જીવન વૃત્તાંત છે. = બાલકની દુર્દશા પાટલીખંડ નામના નગરમાં સિદ્ધાર્થ રાજા રહેતો હતો. તે નગરમાં સાગરદત્ત સાર્થવાહ પણ રહેતો હતો. તેમની ગંગદત્તા નામની પત્ની હતી. તે મૃતવંધ્યા હતી. કોઈ યક્ષાયતનમાં સ્ત્રીઓના સમૂહની સાથે પૂજન ર્યું અને પુત્રની યાચના થતાં તેનો દાન–ભંડાર ભરવાનું આશ્વાસન દઈ યક્ષની માનતા કરી. કાલાંતરે એક પુત્રને જન્મ આપ્યો. યક્ષની સ્મૃતિમાં કરી. પુત્ર Page #63 -------------------------------------------------------------------------- ________________ jainology | 63 આગમસાર તેનું નામ ઉંબરદત્ત આપ્યું. તેની નાની ઉંમરમાં જ મા-બાપનું મૃત્યુ થયું. તેનુ ધન લોકોએ તેમજ રાજપુરુષોએ હરી લીધું અને તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. દુર્વ્યસની બન્યો. તીવ્ર પાપોદયે સોળ મહારોગ ઉતપન્ન થયા. તેના હાથ-પગની આંગળીઓ સડવા લાગી. નાક–કાન ગળી ગયા. શરીરના ઘા માંથી પરૂ વહેવા લાગ્યું. વિવિધ વેદનાથી તે કષ્ટોત્પાદક, કરુણાજનક એવં દીનતા પૂર્ણ શબ્દ પોકારી રહ્યો હતો. અસહાય બની જ્યાં—ત્યાં ભટકતો રહેતો. તેની પાસે માટીનું ઠીબડું હતું. તેમાં ભોજન કરતો. હજારો માખીઓનું ઝુંડ તેની આસપાસ ફરતું. ઘરઘરમાં ભીખ માંગી તે જીવન પસાર કરતો હતો. ગૌતમ સ્વામીએ છઠ્ઠના પારણાના હેતુએ નગરીના પૂર્વ દરવાજામાંથી પ્રવેશ ર્યો. ત્યાં તેઓએ આ દુ:ખી માણસને જોયો. બીજા છઠ્ઠના પારણે દક્ષિણના દરવાજેથી પ્રવેશ ર્યો, ત્રીજા છટ્ટના પારણે પશ્ચિમના દરવાજેથી પ્રવેશ ર્યો. ચોથા છઠ્ઠના પારણે ઉત્તર દિશાના દરવાજેથી નગર પ્રવેશ ક્યોં. સંયોગવશ ચારે દિશાના રસ્તામાં દુઃખી ઉંબરદત્તને જોયો. જિજ્ઞાસા થતાં ભગવાનને પૂછ્યું. ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. (કોઈ અભિગ્રહ વિશેષના કારણે અથવા બીજા બીજા ઘરે ગોચરી માટે વિવિધ દરવાજાઓથી પ્રવેશ ર્યો હશે .) પૂર્વભવ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિજયપુર નગરમાં ધન્વંતરી નામનો રાજવૈદ્ય હતો. તે કનકરથ રાજાના અંતઃપુરમાં, શ્રીમંત તેમજ ગરીબ બધાના દર્દનો ઉપચાર કરતો. -- ઉપચાર એવં પથ્યમાં તે લોકોને મચ્છ, કચ્છ, ગ્રાહ, મગર, સુંસુમાર આદિ જલચરોનું તથા બકરા, સુવર, મૃગ, સસલા, ગાય, ભેંસ, ઘેંટા આદિ પશુઓના માંસનો આહાર કરવાની પ્રેરણા કરતો. કેટલાકને આ વૈદ્ય તીતર, બતક, કબૂતર કૂતરા, મોર આદિનું માંસ ખાવાની સલાહ આપતો. પોતે પણ ઉક્ત પ્રકારના માંસ પકાવીને ખાતો. આ પ્રકારની પાપકર્મની વૃત્તિથી તેણે ૩૨૦૦ વર્ષની ઉંમર વ્યતીત કરી મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો.(અસાતા વેદનીયનો ઉત્કૃષ્ટ બંધ ૩૦ કોડા કોડી સાગર તથા અબાધા કાળ ૩૦૦૦ વર્ષનો છે. આથી મોટુ આયુષ્ય અને ૩૦૦૦ વર્ષથી વધારે કાળ સુધી પાપનુ આચરણ કરનાર તેજ ભવમાં કર્મ ઉદયથી અસાતા ભોગવે છે.) ત્યાં ૨૨ સાગરોપમનું આયુષ્ય ભોગવી, દારુણ દુ:ખથી પીડાતો મૃત્યુ પામી અહીં ઉંબરદત્ત બન્યો છે; જે અવશેષ કર્મોને ભોગવી રહ્યો છે. ભવિષ્ય : – અહીં ૭૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી દુ:ખમય જીવન પસાર કરી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. સંસાર ભ્રમણ કરતો થકો અંતે હસ્તિનાપુરમાં કૂકડા તરીકે ઉત્પન્ન થશે. ત્યાં કોઈના દ્વારા મરીને પછી શ્રેષ્ઠિપુત્ર બની સંયમ આરાધન કરશે; ત્યારે પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહમાં જઈ મોક્ષે જશે. આઠમું અધ્યયન – - શૌરિકદત્ત શૌર્યપુર નામના નગરમાં શૌર્યદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શૌર્યાવતંસક ઉદ્યાનમાં શૌર્ય નામના યક્ષનું યક્ષાયતન પણ હતું. તે નગરીમાં સમુદ્રદત્ત નામનો માછીમાર રહેતો હતો. તેની પત્ની સમુદ્રદત્તા મૃત બાળકોને જન્મ આપતી હતી. શૌર્યયક્ષની માન્યતા કરવાથી એક જીવિત બાળકની પ્રાપ્તિ થતાં તેનું નામ શૌરિકદત્ત રાખ્યું. સમુદ્રદત્ત માછીમાર મહા અધર્મી એવં નિર્દયી હતો. તે મૃત્યુ પામ્યો. તેનો પુત્ર પણ તેના જેવો જ અધર્મી બન્યો. તેના અનેક નોકરો યમુના નદીમાં જઈ માછલીઓ પકડી તેના ઢેરના ઢેર ઉભા કરતા. પછી તેને સૂકવી, બાફીને વેચતા હતા. શૌરિકદત્ત પોતે પણ માછલીઓ ખાતો અને મદિરાઓનું સેવન કરતો હતો. એક વખત માછલીનો આહાર કરતાં શૌરિકદત્તના ગળામાં માછલીનો કાંટો ફસાઈ ગયો. અનેકાનેક ઉપાયો કરવા છતાં કાંટો ન નીકળ્યો તે કારણે પ્રચંડ વેદના ભોગવતો દુઃખ પૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યો. પીડામાં તેનું શરીર હાડપીંજર જેવું થઈ ગયું. તેના વમનમાંથી લોહી, પરૂ તથા કીડાઓ નીકળતા. સંયોગવશાત્ ગૌતમ સ્વામી ભિક્ષાર્થે જતાં તેમની દૃષ્ટિ શૌરિકદત્ત ઉપર પડી. શૌરિકદત્ત કંટકની વેદનાથી આક્રંદ કરી રહ્યો હતો. તેને જોતાં લોકો કહેતા – 'અહો! આ નરકતુલ્ય વેદના અનુભવી રહ્યો છે.' પૂર્વભવ :– તેનો પૂર્વભવ પૂછતાં ભગવાને આ પ્રકારે વર્ણન ર્ક્યુ – નંદીપુરમાં મિત્રરાજાનો શ્રિયક નામનો રસોઈયો હતો. તેના માછીમાર, શિકારી તથા પક્ષીઘાતક નોકરો હતા; જે તેને અનેક પ્રકારનું માંસ લાવી આપતા. તે રસોઈયો અનેક જલચર, સ્થલચર અને ખેચર જીવોના માંસના નાના—મોટા, લાંબા–ગોળ અનેક આકારોમાં ટુકડા કરી વિવિધ પ્રકારે પકાવતો. અર્થાત્ અગ્નિથી, બરફથી, તાપથી, હવાથી પકાવતો. ક્યારેક કાળા, લીલા, લાલ બનાવતો હતો તો ક્યારેક તેને દ્રાક્ષ, આંબળા, કવીઠ આદિના રસોથી સંસ્કારિત કરતો. આ પ્રકારની તલ્લીનતા પૂર્વક ભોજનવિધિથી શાક આદિ બનાવતો અને રાજાને પ્રસન્ન રાખતો. પોતે પણ આવી વસ્તુઓ વાપરી પાંચ પ્રકારની મદિરાઓ ભોગવતો. આ પ્રકારનું પાપમય જીવન ૩૩૦૦ વર્ષ સુધી પસાર ક્યું. ત્યાંથી મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ૨૨ સાગરોપમ સુધીનું દુઃખ ભોગવી અહીં શૌરિકદત્ત થયો. ભવિષ્ય :- અહીં નરકતુલ્ય દુ:ખો ભોગવી પહેલી નરકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળી મૃગાપુત્રની જેમ સંસાર ભ્રમણ કરશે. અંતે મચ્છ બની માર્યો જશે; અને પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ ગ્રહણ કરશે. ત્યાંથી પ્રથમ દેવલોકમાં જશે. ત્યાર પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા અને પ્રેરણા == · સંસારમાં નોકરી, વિશેષ પાપમય વ્યાપાર આદિ આવશ્યક કાર્ય કરવા પડે તો તેમાં તલ્લીન થવું ન જાઈએ. કારણ કે તેવા પરિણામોથી અત્યંત દુઃખદાયી કર્મોનો બંધ પડે છે. વર્તમાનમાં મસ્ત રહેવાવાળા અને ભવિષ્યનો વિચાર ન કરવાવાળા યથેચ્છ પાપ પ્રવૃત્તિથી પોતાનું ભવિષ્ય અત્યંત સંકટમય બનાવે છે. નવમું અધ્યયન – દેવદત્તા રોહિતક નામના નગરમાં વૈશ્રમણદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને શ્રી દેવી નામની રાણી અને પુષ્પનંદી રાજકુમાર હતો. તે નગરમાં દત્ત નામનો એક શેઠ રહેતો હતો. તેની દેવદત્તા દીકરી હતી. તે તરૂણાવસ્થામાં પ્રવેશી. સખીઓ સાથે રાજમાર્ગ ઉપર રમતાં Page #64 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 64 વૈશ્રમણદત્તની આંખમાં વસી ગઈ. તેના પ્રત્યે તે આકર્ષિત બન્યો. તેણે પોતાના રાજકુમાર પુષ્પનંદી માટે માંગણી કરી. દત્ત શેઠે તેનો સ્વીકાર ર્યો અને રાજસી ઠાઠમાઠથી પુષ્પનંદી અને દેવદત્તાના લગ્ન થઈ ગયા. તેઓ સુખપૂર્વક રહેવા લાગ્યા. કાલાંતરે વૈશ્રમણદત્ત રાજા કાળધર્મ પામ્યા. પુષ્પનંદી રાજા બન્યો. પિતાની ગેરહાજરીમાં માતા શ્રી દેવીની અત્યંત ભક્તિ કરી. શ્રી દેવી સો વર્ષના થયાં; તેથી પુષ્પનંદી માતાની સેવામાં વધુને વધુ સમય ગાળવા લાગ્યો. દેવદત્તા વિલાસપ્રિય હતી. પતિ તરફથી અસંતોષ રહ્યા કરતો. સાસુ આંખના કણાની જેમ ખટકવા લાગી. દેવદત્તાનું કૃત્ય :- એક દિવસ શ્રી દેવી સુખ પૂર્વક સૂતી હતી. દેવદત્તાએ લોહ દંડ ગરમ ર્યો. તેને સાણસીથી પકડી સૂતેલી સાસુને ઘોંચી દીધો. શ્રી દેવીને અચાનક જોરદાર વેદના થઈ અને તત્કાળ મૃત્યુ પામી. અવાજ સાંભળતાં જ શ્રી દેવીની દાસીઓ હાજર થઈ ગઈ. દેવદત્તાને ખંડમાંથી બહાર નીકળતાં જોઈ. ખંડમાં મૃત્યુ પામેલી શ્રી દેવીને જોતાં રાજાને સમાચાર પહોંચાડ્યા. રાજાએ અત્યંત દુઃખિત હૃદયે મૃત્યુકર્મ પતાવ્યું. પુષ્પનંદીએ દેવદત્તાને રાજપુરુષો દ્વારા પકડાવી તીવ્રતમ મૃત્યુદંડ ઘોષિત ર્યો. તેને બંધનમાં બાંધી કાન–નાક કાપી નાખ્યા. હાથમાં હાથકડી અને ગળામાં લાલ ફૂલોની માળા પહેરાવી, વધસૂચક વસ્ત્રો પહેરાવ્યા, શરીરને લાલ ગેરુવાથી લિપ્ત ર્યું. આ પ્રકારના કરુણ દશ્યની સાથે મારતાં–પીટતાં અનેક પ્રકારની પીડાઓ આપતાં એવં ઉદ્ઘોષણા કરતાં કે 'આ પોતાનાં દુઃષ્કર્મોથી દુઃખી થઈ રહી છે, તેને કોઈ દુઃખ નથી આપતું.' - એમ કહેતાં કહેતાં વધ સ્થાન તરફ દોરી જતા હતા. - તે સમયે ગૌતમ સ્વામીએ નરકતુલ્ય દુઃખ ભોગવતી માણસના ટોળાંની વચ્ચે સ્ત્રીને જોઈ. સ્થાનમાં આવી ભગવાનને પૂછ્યું– 'ભંતે! આ સ્ત્રીએ એવા ક્યા કર્મો બાંધ્યા છે કે જેથી આવું દુઃખ ભોગવી રહી છે?' ભગવાને તેનો પૂર્વભવ કહ્યો – પૂર્વભવ : આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાંના રાજા મહાસેનને હજાર રાણીઓ હતી. તેણે પોતાના પુત્ર સિંહસેનને પાંચસો રાજકન્યા સાથે પરણાવ્યો અને યથેચ્છ પ્રીતિદાન એવં ભોગ–ઉપભોગની સામગ્રીઓ આપી. સિંહસેન સુખપૂર્વક રહેવા લાગ્યો. કાલાંતરે મહાસેન મૃત્યુ પામતાં સિંહસેન રાજકુમાર રાજા બન્યો. પોતાની મુખ્ય રાણી શ્યામામાં ખૂબ આસક્ત હતો; અન્ય રાણીઓ પ્રત્યે ઉપેક્ષા કરતો તેથી દરેકે પોતાની માતાઓને કહી દીધું. બધી રાણીઓની માતાઓએ મળી શ્યામાને વિષ આદિ શસ્ત્રોથી મારી નાખવાનું વિચાર્યું. આ વાત ગુપ્ત ન રહેતાં શ્યામાને કાને આવી. શ્યામાએ સિંહસેન રાજાને જણાવી. તેઓએ યુક્તિ કરી. બધી જ રાણીઓની માતાઓને બહુમાન પૂર્વક નિમંત્રણ મોકલ્યું. એક વિશાળ કૂટાગાર શાળામાં બધાની ઉતરવાની ખાવા–પીવાની વ્યવસ્થા કરી. અર્ધરાત્રિએ રાજા ઉઠયો અને પોતાના પુરુષોની સાથે કૂટાગાર શાલા પાસે ગયો. તે શાળાના દરવાજા બંધ કરાવી ચોતરફ આગ લગાડી દીધી. ૪૯૯ની માતાઓ આક્રંદ કરતી મૃત્યુ પામી. સિંહસેન આ પ્રમાણે પાપકર્મયુક્ત જીવન જીવતો ૨૪૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ૨૨ સાગરનું ભયંકર દુઃખ ભોગવી દેવદત્તાના રૂપમાં જન્મ્યો છે. = ભવિષ્ય :- તે દેવદત્તા આજે મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. મૃગાપુત્ર જેમ અનેક ભવોમાં ભ્રમણ કરતી અંતે ગંગપુર નગરમાં હંસ બનશે. કોઈના દ્વારા તેનું મોત થશે. ત્યારપછી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી દેવલોકમાં જશે. સ્વર્ગનું આયુ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય બની મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા :– (૧)સ્વાર્થ અને ભોગની લિપ્સા કેટલી ભયંકર હોય છે કે વ્યક્તિ પોતાના સંબંધ ભૂલી જાય છે. અને ક્રોધાવેશમાં ભયંકર કૃત્ય કરી બેસે છે. તેથી ત્રણને અંધ કહ્યા છે – ક્રોધાંધ, કામાંધ અને સ્વાર્થાંધ. આ ત્રણે દીર્ઘકાળ સુધી સંસારમાં ભવભ્રમણ કરે છે. દેવદત્તા, સિંહસેન તેના ઉદાહરણ પૂરાં પાડે છે. - (૨) દેવદત્તા પૂર્વભવમાં અશુભ કર્મોથી વ્યાપ્ત બુદ્ધિવાળી હતી. તેથી જ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સુઝી. અન્યથા તેને ૮૦ વર્ષ તો થઈ ચૂક્યા હતા છતાં સાસુની હત્યા કરી. ખુદ કમોતે આક્રંદ કરતી મૃત્યુ પામી. પતિ દ્વારા પત્ની હત્યાનું પાપ કરાવ્યું અને અનેક લોકોના કર્મબંધનું કારણ બની. એક અધર્મી અનેકને બગાડે છે. તેના આ ભવ–પરભવ નિંદિત થાય છે. (૩) સંસારના સ્વાર્થપૂર્ણ સંબંધોનું સ્પષ્ટ ચિત્ર આ અધ્યયનમાં દોર્યું છે. એક વ્યક્તિ ૪૯૯ સાસુઓને જીવતી સળગાવી દે, તો એક ૮૦ વર્ષની વહુ ૧૦૦ વર્ષની સાસુની હત્યા કરી નાખે છે. રાજકુળમાં મળેલું સુખ પણ કેટલું ભયંકર દુ:ખદાયી બન્યું! આ જાણી દુર્લભ માનવભવનું સ્વાગત ધર્માચરણ દ્વારા કરી જીવન સફળ બનાવવું જોઇએ. ચંચળ લક્ષ્મી અને સ્વાર્થી સંબંધોનો ત્યાગ કરી સંયમ–તપમાં પુરુષાર્થ કરવો જોઇએ. પાપ છીપાયા ના છીપે, છૂપે ન મોટા ભાગ । દાબી દૂબી ના રહે, રૂવે લપેટી આગ ॥ દસમું અધ્યયન – અંજુશ્રી પ્રાચીન કાળમાં ભરતક્ષેત્રમાં ઇન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં પૃથ્વીશ્રી નામની એક વેશ્યા રહેતી હતી. તે નગરના શેઠ, સેનાપતિ, રાજ કર્મચારી આદિ નાગરિકોને વશીકરણ ચૂર્ણથી વશ કરી તેઓની સાથે ભોગો ભોગવવામાં અત્યંત આસક્ત રહેતી. તેમાં તે પોતાનું કર્તવ્ય તથા આનંદ માનતી. આ પ્રકારે ૩૫૦૦ વર્ષ પસાર ર્ડા. અંતે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાં ૨૨ સાગરોપમ સુધી નરકના દુઃખો ભોગવી વર્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની પુત્રી બની. તેનું નામ અંજુશ્રી રાખવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત થતાં વિજય મિત્ર રાજા તેની ઉપર મોહિત થયો. ધનદેવ સાર્થવાહ પાસે અંજુશ્રીની માંગણી કરી. ધનદેવે બન્નેના લગ્ન કરી દીધા. માનુષિક ભોગો ભોગવવા લાગ્યા. વૈદ્યો કેટલાક સમય પછી ભોગાસક્ત અંજુશ્રીને શૂળવેદના ઉત્પન્ન થઈ. અંજુશ્રી અસહ્ય વેદનાથી દીનતાપૂર્વક કરુણ આક્રંદ કરવા લાગી. રાજાએ અનેક ઉપચાર કરાવ્યા. સર્વત્ર ઘોષણા કરાવી કુશળ વૈદ્યોને આમંત્રિત કરી ઇનામ જાહેર ક્યું. અનેક અનુભવી કુશળ Page #65 -------------------------------------------------------------------------- ________________ jainology | આવ્યા. કેટલાય ઉપચાર ર્યા છતાં નિષ્ફળ ગયા. અંજુશ્રી અસહાય થઈ આર્તધ્યાન કરવા લાગી. દુસ્સહ મહાવેદનાથી તેનું ઔદારિક શરીર ક્ષીણ થવા લાગ્યું. એક વખત ગૌતમ સ્વામી રાજાની અશોક વાટિકા પાસેથી પસાર થયા હતા. તેમના કાને કરુણ શબ્દો પડયા. તેમણે જોયું કે રાજરાણી હાડપીંજર જેવી બની કરુણ વિલાપ કરી રહી હતી. ગૌતમ સ્વામીએ ભગવાન પાસે જઈ તે જોયેલા દશ્યનું વર્ણન કરી પૂર્વભવ પૂછ્યો. તેના પૂર્વભવની વ્યથા સાંભળ્યા પછી ભવિષ્ય પૂછ્યું. ભગવાને જણાવ્યું કે – અંજુશ્રી આ અસહ્ય વેદના ભોગવતી ૯૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. પ્રથમ નરકમાં જશે. ત્યાર પછી નરક–તિર્યંચ આદિ યોનિઓમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે મોર બની શિકારી દ્વારા મૃત્યુ પામશે. પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ સ્વીકારશે. સંયમ–તપની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે જ ભવે મોક્ષે જશે. = શિક્ષા – પ્રેરણા : (૧) કોઈપણ તીવ્રતમ વેદના લાંબો સમય નથી ટકતી પરંતુ ક્યારેક પ્રગાઢ કર્મોનો નિકાચિત્ત ઉદય હોય તો અંજુશ્રી જેવું બને છે. અને તે ઉત્પન્ન વેદના મૃત્યુ સુધી ચાલે છે. (૨) ઇન્દ્રિયના વિષય સુખોનો આનંદ જીવનને માટે મીઠા ઝેર સમાન છે. મીઠે મીઠે કામભોગ મેં, ફસના મત દેવાનુપ્રિયા – બહુત બહુત કડવે ફલ પીછે, હોતે હૈ દેવાનુપ્રિયા . (સંસાર મોક્ષસ વિપક્ષ્મભૂયા, ખાણી અણત્થાણહુ કામભોગા )– અર્થાત્ આ કામભોગ મોક્ષના વિરોધી એવં અનર્થોની ખાણ સમાન છે. (૩) તીવ્ર પાપ-કર્મોદય થતાં કોઈ શરણભૂત હોતું નથી. જીવનમાં ધર્મના સંસ્કાર ન હોય તો જીવ આવા દુઃખોથી દુઃખી થાય છે 65 આગમસાર અને આર્તધ્યાન એવં સંકલ્પ વિકલ્પોમાં મરી દુ:ખોની પરંપરા વધારે છે. (૪) પરંતુ જીવનમાં જો ધર્મ આત્મસાત્ ર્યો હોય તો આવી વિકટ પરિસ્થિતિમાં શાંતિથી કર્મોને ભોગવી ભવિષ્યને કલ્યાણમય બનાવી શકાય છે. ધર્મ દુ:ખમાં પણ સુખી બનાવે છે. સંકટ સમયે પ્રસન્ન ચિત્ત રાખવાનું ધર્મ શીખવાડે છે. કહ્યું છે કે – સંકટો ભલેને આવે સ્વાગત કરી લે – સાધક તું હૈયે તારે સમતા ધરી લે... (૫) ધર્મ દ્વારા અનંત આત્મશક્તિ અને ઉત્સાહ જાગૃત થાય છે. આવી વ્યક્તિ ગજસુકુમાર, અર્જુનમાળીની જેમ શાંતિપૂર્વક કરજને ચૂકવી મોક્ષ પ્રાપ્ત કરે છે. (૬) આ દુઃખ વિપાક સૂત્રમાં હિંસક, ક્રૂર, ભોગાસક્ત, સ્વાર્થાંધ, માંસાહારી અને શરાબી જીવોના જીવનનું ચિત્રણ ર્યું છે. તેમના કૃત્યોના કટુ પરિણામો બતાવ્યા છે. શુદ્ધ, સાત્વિક, વ્યસનમુક્ત અને પાપમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી છે દ્વિતીય શ્રુતસ્કંધ – સુખવિપાક : પ્રથમ અધ્યયન – · સુબાહુકુમાર હસ્તિશીર્ષ નામના નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી પ્રમુખ હજાર રાણીઓ હતી. ધારિણીનો સુબાહુકુમાર નામનો પુત્ર હતો. તેણે પુરુષોની ૭૨ કળાઓનું જ્ઞાન મેળવ્યું હતું. યૌવન વય પ્રાપ્ત થતાં માતા–પિતાએ પાંચસો શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસમાં વિવાહ કરાવ્યો. પ્રીતિદાનમાં ૫૦૧ ભવ્ય મહેલ આપ્યા. ત્યાં સુબાહુ ઉત્તમ ભોગ ભોગવતો રહેવા લાગ્યો. કોઈ સમયે વિચરતાં વિચરતાં ભગવાન મહાવીર હસ્તિશીર્ષ નગરમાં પધાર્યા. પરિષદ તેમજ જિત શત્રુ રાજા તથા સુબાહુકુમાર આદિ દેશના સાંભળવા ઉપસ્થિત થયા. ધર્મોપદેશ સાંભળી રાજા અને ગ્રામવાસીઓ પાછા વળ્યા. સુબાહૂકુમારે ભગવાનને વંદન–નમસ્કાર કરી કહ્યું – હે ભંતે! હું નિગ્રંથ પ્રવચન–વીતરાગ ધર્મની, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરું છું આપના ચરણોમાં જે રાજા, રાજકુમાર, રાજકર્મચારી, શેઠ, સેનાપતિ અણગાર બને છે તેમને ધન્ય છે. હું તેમની જેમ સંયમ ગ્રહણ નથી કરી શકતો પરંતુ ગૃહસ્થ જીવનમાં રહેતાં શ્રાવકના બાર વ્રત સ્વીકાર કરું છું. ત્યાર પછી પોતાની યોગ્યતા અનુસાર વ્રત ધારણ ર્યા. મહિનામાં આઠમ, ચૌદસ, પૂનમ અને અમાવસ્યાના દિને પૌષધ કરી આત્મ જાગરણ કરવા લાગ્યા. સુબાહુકુમારના વૈભવ એવં સૌમ્યતાથી ગૌતમ સ્વામી આકર્ષાયા. તેમણે ભગવાનને પૂછ્યું કે – સુબાહુકુમાર ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, સૌમ્ય અને સૌભાગ્યશાળી લાગે છે, સાધુજનોને પણ પ્રિય આનંદકારી અને મનોહર લાગે છે તો પૂર્વભવમાં શું ક્યું હતું? કેવું દાન આપ્યું હતું ? ક્યા ગુણ ઉપલબ્ધ ર્યા હતા? કોની પાસે ધર્મશ્રવણ કરી તેનું અનુપાલન ક્યું હતું? ભગવાને પૂર્વભવ કહ્યો – હસ્તિનાપુર નગરમાં સુમુખ ગાથાપતિ(શેઠ) રહેતો હતો. જે ધનાઢય હતો. ધર્મઘોષ સ્થવિર વિચરણ કરતાં ત્યાં પધાર્યા. સુદત્ત નામના અણગાર માસખમણના પારણાને માટે ગુરુની આજ્ઞા લઈ નગરમાં પધાર્યા. ભિક્ષાર્થે ભ્રમણ કરતાં સુમુખ ગાથાપતિના ઘરે આવ્યા. સુમુખ મુનિને જોતાં જ હર્ષિત થયો. આસન ઉપરથી ઉઠી, પગમાંથી પાદુકાઓ કાઢી, મુખે ઉત્તરાસન રાખી, સાત–આઠ પગ સામે જઈ, હાથ જોડી ત્રણ આવર્તન આપી વંદન–નમસ્કાર ર્યાં. મુનિરાજને ભોજનગૃહમાં લાવ્યા. 'આજે હું મુનિરાજને પર્યાપ્ત આહાર દાન આપીશ.' આવો સંકલ્પ કરી દેતી વખતે પણ ખૂબ હર્ષિત થતો અને દીધા પછી પણ ખૂબ આનંદિત થતો, પોતાને કૃતકૃત્ય માનતો હર્ષવિભોર બન્યો. આ પ્રમાણે (૧) ત્રૈકાલિક ભાવ વિશુદ્ધિ (૨) તપસ્વી ભાવિતાત્માનો સંયોગ (૩) ઘરમાંજ સહજ નિષ્પન્ન નિર્દોષ પ્રાસુક આહારનું દાન દેવાથી સુમુખ શેઠે સંસાર ભ્રમણ મર્યાદિત કર્યું. અર્થાત્ સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ થઈ. તેના ઘરમાં પાંચ દિવ્ય પ્રગટ થયા. (૧) સુવર્ણ વૃષ્ટિ (૨) પુષ્પ વૃષ્ટિ (૩) ધ્વજા (૪) દેવદુંદુભિ (૫) 'અહો દાનં – મહાદાનં'ની આકાશમાં દિવ્યવાણી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. સર્વત્ર સુમુખ ગાથાપતિના નામનો જય જયકાર થવા લાગ્યો. સુમુખે યથાસમયે મનુષ્ય આયુનો બંધ ર્યો અને ત્યાંથી સેંકડો વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી સુબાહુકુમારના રૂપે જન્મ લીધો છે. સુપાત્રદાનના સર્વાંગસુંદર સંયોગથી આ પ્રકારની ઋદ્ધિ સંપદાને પ્રાપ્ત કરી છે. જેથી જોતાં જ બધાને પ્રિયકર થઈ રહે છે. આ વર્ણન સાંભળી ગૌતમ સ્વામીએ ફરી પ્રશ્ન પૂછ્યો – ભંતે! સુબાહુકુમાર ગૃહ ત્યાગ કરી આપની પાસે અણગાર બનશે? Page #66 -------------------------------------------------------------------------- ________________ 66 આગમસાર–પૂર્વાર્ધ ભગવાને કહ્યું ' કેટલોક સમય શ્રાવક વ્રતનું પાલન કરશે. ત્યારબાદ સંયમ ગ્રહણ કરશે. યથાસમયે ભગવાને ત્યાંથી વિહાર કર્યો. શ્રમણોપાસકના શ્રેષ્ઠ ગુણો યુક્ત સુબાહુ કુમાર જે સમયે પૌષધ કરી ધર્મ જાગરણ કરી રહ્યા હતા તે સમયે એવો મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે તે ક્ષેત્રને ધન્ય છે જ્યાં ભગવાન વિચરી રહ્યા છે, તે ભવ્ય જીવને ધન્ય છે જે ભગવાનની પાસે સંયમ અથવા શ્રાવક વ્રત સ્વીકાર કરી રહ્યા છે. જો ભગવાન વિહાર કરતાં અહીં પધારે તો હું પણ અવશ્ય સંયમ ગ્રહણ કરીશ. સુબાહુકુમારના મનોગત ભાવોને જાણી ભગવાન વિચરણ કરતાં આ હસ્તીશીર્ષ નગરમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ સુબાહુ દીક્ષિત થયા. અગિયાર અંગ કંઠસ્થ ક્ય. વિવિધ તપશ્ચર્યા કરી અને અંતે એક મહિનાની સંલેખના કરી કાળધર્મ પામ્યા. સુબાહ અણગાર ક્રમશઃ સાત મનુષ્યના ભવોમાં સંયમની આરાધના કરશે અને વચ્ચે પહેલા, ત્રીજા, પાંચમાં, સાતમા, નવમાં, અગિયારમાં દેવલોક એવં સર્વાર્થસિદ્ધ વિમાન, આમ સાત દેવના ભવ કરશે. ત્યાર પછી ચૌદમા એટલે કે આ ભવ સાથે પંદરમાં ભવમાં સંયમ–તપની આરાધના કરી મોક્ષે જશે. શેષ નવ અધ્યયન : બીજાથી માંડી દસમા અધ્યયન સુધી બધામાં નગરી આદિના નામોમાં ભિન્નતા છે. બાકી બધું વર્ણન સમાન સમજવું. તેથી સંક્ષિપ્ત પાઠથી જ સૂચન કર્યું છે. અર્થાતુ, જન્મ, બચપન, કલા-શિક્ષણ, પાણિગ્રહણ, સુખોપભોગ, ધર્મ શ્રવણ, શ્રાવક વ્રત, ધર્મ જાગરણ, સંયમ ગ્રહણ, તપ, અધ્યયન, દેવ-મનુષ્યના ૧૫ ભવ અને મોક્ષનું વર્ણન સમાન સમજવું પૂર્વભવનું વર્ણન પણ સુબાહુકુમાર જેવું જ સમજવું. ગૌતમ સ્વામીની પૃચ્છા, શેઠનો ભવ, માસ ખમણના પારણામાં મુનિનું આગમન, શુદ્ધ ભાવોથી દાન, દિવ્ય વૃષ્ટિ, મનુષ્ય આયુષ્યનો બંધ ઈત્યાદિ. પહેલા, બીજા, ત્રીજા અને દસમાં અધ્યયનમાં પંદર ભવો પછી મોક્ષે જવાનું વર્ણન છે. શેષ છ અધ્યયનોમાં તે જ ભવમાં મોક્ષ જવાનું વર્ણન છે. સૂત્રના વર્ણનની શૈલીમાં આ અધ્યયનોમાં આ પ્રકારનું અંતર હોવાનું કારણ સમજાતું નથી. અર્થાત્ ઉપાસકદશા, અંતગડ દશાસૂત્ર સમાન ભવપરંપરા માટેની સમાનતા હોવી જોઈએ. તેથી એવી સંભાવના છે કે સંક્ષિપ્ત પાઠમાં કોઈ લિપિદોષથી આ ભિન્નતા રહી ગઈ હોય. અર્થાત્ ' જાવ સિજિઝસ્સઈ'ના સ્થાન પર જાવ સિદ્ધ લખવાની ભૂલ થઈ ગઈ હોય. આ ભૂલનો. સ્વીકાર કરતાં ઉક્ત બધા સૂત્રોના અધ્યયનોની એકરૂપતા જળવાઈ રહે છે અને બધાની ભવપરંપરા એક સરખી સમજાઈ શકે. તત્વ કેવલી ગમ્યું. શિક્ષા – પ્રેરણા :(૧) ભાગ્યશાળી આત્માઓ પ્રાપ્ત પુણ્ય સામગ્રીમાં જીવનભર આસક્ત નથી રહેતા. ગમે ત્યારે વિરક્ત થઈ ત્યાગ કરે છે. (૨) સંયમ સ્વીકાર ન થાય ત્યાં સુધીમાં શ્રાવકવ્રતોને અવશ્ય ધારણ કરી લેવા જોઈએ. દશે અધ્યયનમાં વર્ણિત રાજકુમારોએ વિપુલ ભોગમય જીવન જીવતાં છતાં સંપૂર્ણ બારવ્રત સ્વીકાર ક્ય હતા. (૩) સુપાત્ર દાન દેવાથી સમ્યકત્વની પ્રાપ્તિ અને સંસાર પરિત થાય છે. મનુષ્ય આયુનો બંધ અન્ય કોઈ ક્ષણે થાય છે. કારણ કે સંસાર પરિતીકરણ સમ્યકત્વ પ્રાપ્તિ પછી થાય છે. અને સમ્યકત્વની હાજરીમાં મનુષ્યનું આયુષ્ય નથી બંધાતું. ભગવતી. સૂત્રની શાખે. તેથી સુબાહુકુમારનો આયુબંધ અન્ય ક્ષણે થયો તેમ માનવો જોઇએ. ઘરમાં મુનિરાજ ગોચરીએ પધારે ત્યારે વિધિપૂર્વક વ્યવહાર કરવો જોઇએ. સુદત્ત શેઠની જેમ સમજવું. વર્તમાને મુનિરાજ પધારતાં અતિભક્તિ યા અભક્તિના અવિવેક એવં દોષયુક્ત વ્યવહાર થતા હોય તો તેમાં સંશોધન કરવું. ગોચરી અર્થે પધારતાં મુનિવરને વંદન-નમસ્કારનું જે વર્ણન છે તે ત્રણ વખત ઉઠબેસ કરવું તેમ નથી. રસ્તામાં કે ગોચરીના સમયે કેવલ વિનય વ્યવહાર જ કરવાનો હોય છે. હાથ જોડી મસ્તક નમાવી 'મર્થેણ વંદામિ' કહેવું. તિકખુતોના પાઠથી ત્રણ વખત વંદન કરી ચરણ સ્પર્શ કરી મુનિને અટકાવતાં અવિવેક થાય છે. (૬) મુનિરાજને જોતાં દૂરથી જ અભિવાદન કરવું. આસન છોડવું, પગરખા કાઢવા એ વિનય વ્યવહાર છે, ૭-૮ પગલા આગળ જવું, નજીક આવતાં ઉત્તરાસન મુખે રાખવું. એટલે ખુલ્લા મુખે ન રહેવું.(અહિં સૂત્રકાર ભગવાનના શાસનનો આદર કરનાર ૭–૮ કર્મોનો ક્ષય કરે છે એવું સુચવવા માંગે છે.તેથી ગણીને ૮ પગલાં નહિં પણ વિવેક પૂર્વક અભિવાદન, એમ સમજવું) (૭) સુપાત્ર દાન દેતાં સૈકાલિક હર્ષ થવો જોઈએ. દાન દેવાનો અવસર પ્રાપ્ત થતાં, દાન દેતાં અને દાન દીધા પછી આમ ત્રણે કાલ ઉત્કૃષ્ટ ભાવ રહેવા જોઇએ. (૮) સુપાત્રદાનની ત્રણ શુદ્ધિ – દાતાનો ભાવ શુદ્ધ હોય, લેનાર મુનિરાજ સમ્યક જ્ઞાન-દર્શન–ચારિત્રયુક્ત હોય, અને દાન અચિત્ત તેમજ એષણીય હોવું જોઇએ. (૯) ત્રણ શુદ્ધિ, ત્રણ હર્ષ અને દીર્ઘ તપશ્ચર્યાનું પારણું હોય તો દેવો ખુશ થઈ પાંચ દિવ્ય પ્રગટ કરે છે. (૧૦) પાંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિમાં દેવકૃત અચિત્ત પુષ્પ સમજવા. રાજપ્રશ્નીયા પ્રસ્તાવના - પ્રસ્તુત આગમ કથા પ્રધાન શાસ્ત્ર છે. અન્ય કથા આગમોની અપેક્ષાએ આ સૂત્રમાં વિશિષ્ટતા એ છે કે તેમાં ફક્ત એક આત્માનું જ વર્ણન કર્યું છે. આ સૂત્ર બે વિભાગમાં વિભક્ત છે. પ્રથમ વિભાગમાં સૂર્યાભદેવનું વર્ણન, તેની દૈવી ઋદ્ધિ સંપદા, દેવવિમાન એવં ઋદ્ધિવાન દેવના જન્મ સમયે કરવામાં આવતા વિધિ-વિધાનો એટલે કે જીતાચારોનું રોચક વર્ણન છે. બીજા વિભાગમાં પ્રદેશ રાજાનું સાંસારિક અધાર્મિક જીવન, ચિત્ત સારથીના પ્રયત્નથી કેશી શ્રમણનો સમાગમ, અદ્ભુત જીવન પરિવર્તન, થોડા જ સમયમાં શ્રમણોપાસક પર્યાયની આરાધના કરી આત્મકલ્યાણ ક્યું. જેથી પ્રથમ દેવલોકમાં મહાઋદ્ધિવાન સામાનિક દેવ બન્યા. પરિવાર સહિત ભગવાન મહાવીરના દર્શન–વંદન-પર્યાપાસના માટે આવવું વગેરે વર્ણન છે. અંતે મોક્ષે જવાનું કથન ક્યું છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ jainology 67 આગમસાર પ્રદેશી રાજાએ કેશી શ્રમણ પાસેથી બોધ પામી સમ્યકત્વ પ્રાપ્ત ક્યું તે પહેલાં આત્માના અસ્તિત્વ,નાસ્તિત્વ સંબંધી પ્રશ્ન ચર્ચા કરી હતી તેનું વર્ણન બીજા વિભાગમાં છે. તે પ્રશ્નોત્તર અનેક ભવ્ય આત્માઓના સંશયોનું ઉમૂલન કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આધ્યાત્મની અપેક્ષાએ આ પ્રશ્નો આ સૂત્રના પ્રાણ સમાં છે. તેથી જ રાજા પ્રદેશના પ્રશ્નો હોવાથી આ સૂત્રને સાર્થક નામ "રાજપ્રશ્નીય સૂત્ર" રાખવામાં આવ્યું છે. અર્ધમાગધી ભાષામાં તેનું નામ 'રાયuસણીય' છે. નંદી સૂત્રમાં આ સૂત્રનું સ્થાન અંગ બાહ્ય ઉત્કાલિક સૂત્રમાં છે. વર્તમાન પ્રચલિત શ્વેતાંબર પરંપરામાં આ સૂત્ર ઉપાંગસૂત્રમાં ગણવામાં આવ્યું છે. આમાં એક જ શ્રુતસ્કંધ છે. તેમાં અધ્યયન, ઉદ્દેશા નથી. કેવળ વિષયની અપેક્ષાએ બે વિભાગ કચ્યા છે. આ સૂત્ર ૨૦૭૮ શ્લોક તુલ્ય માનવામાં આવ્યું છે. પ્રથમ ખંડ – સૂર્યાભદેવ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં આમલકલ્પા નામની નગરીમાં પધાર્યા. ત્યાં આમ્રશાલવન નામના બગીચામાં અધિષ્ઠાયક વ્યક્તિની આજ્ઞા લઈ અન્ય સાધઓ સહિત સપરિવાર બિરાજમાન થયા. ત્યાંના સ્વેત નામના રાજા ધારિણી રાણી સહિત, વિશાળ જનમેદની સાથે ભગવાન મહાવીરનો ધર્મોપદેશ સાંભળવા આવ્યા. ભગવાન પાસે આવતાં જ પાંચ અભિગમ ર્યા અને વિધિયુક્ત વંદન-નમસ્કાર કરી બેઠા. પ્રથમ દેવલોકના સૂર્યાભ વિમાનના માલિક સૂર્યાભદેવ–ચાર હજાર સામાનિક દેવ, ચાર અગ્રમહિષીઓ, ત્રણ પ્રકારની પરિષદ, સોળહજાર આત્મરક્ષક દેવ ઇત્યાદિ વિશાળ ઋદ્ધિની સાથે દૈવિક સુખોનો અનુભવ કરી રહ્યા હતાં. સંયોગવશાત્ અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકતાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આમલકલ્પા નગરીમાં બિરાજતા જોયા અને જોતાં જ પરમ આનંદિત થયા; તરત જ સિંહાસનથી ઉતરી, પગમાંથી પાદુકા કાઢી, મુખે ઉત્તરાસન રાખી, ડાબો પગ ઊંચો કરી મસ્તકને ત્રણ વખત ધરતી ઉપર અડાડ્યું. ત્યાર પછી જોડેલા હાથ મસ્તક પાસે રાખીને પ્રથમ નમોત્થણના પાઠથી સિદ્ધ ભગવંતોને અને તે પછી બીજા નમોત્થણના પાઠથી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન અને ગુણ કીર્તન ક્ય. પછી સિંહાસન પર બેઠા. ત્યારે સૂર્યાભદેવને મનુષ્ય લોકમાં આવી ભગવાનના દર્શન-સેવાનો લાભ લેવાની ભાવના ઉત્પન્ન થઈ. સમવસરણની આસપાસ એક યોજન પ્રમાણ ક્ષેત્રની શુદ્ધિ કરવા આભિયોગિક દેવોને આજ્ઞા કરી. આજ્ઞાનુસાર આભિયોગિક દેવોએ આમલકલ્પા નગરીમાં આવીને પહેલાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર ક્ય, પોતાના નામ-ગોત્ર આદિનો પરિચય આપ્યો. ભગવાને કહ્યું – હે દેવાનું પ્રિયો ! તમારો જીતાચાર આચાર પરંપરા છે કે ચારે જાતિના દેવ પ્રસંગોપાત અધિપતિ દેવોની આજ્ઞાથી અરિહંત ભગવાનને નમસ્કાર કરી પોતાના નામ-ગોત્રનો પરિચય ? દેવો ભગવાનના વચનામૃતો સાંભળી પુનઃ વંદન નમસ્કાર કરી બહાર આવ્યા અને ભગવાનની ચારે તરફ એક યોજન જેટલા ક્ષેત્રને સંવર્તક વાયુ દ્વારા પ્રમાર્જિત કર્યું. ત્યાર પછી પાણીનો છંટકાવ ર્યો એવં સુગંધિત દ્રવ્યોથી તે ક્ષેત્રને સુવાસિત કર્યું. પુનઃ પરમાત્માને વંદન કરી તે દેવો દેવલોકમાં ચાલ્યા ગયા. સૂર્યાભદેવને આજ્ઞા પાછી આપી. સૂર્યાભદેવની આજ્ઞાથી સેનાપતિ દેવે સુસ્વરા નામની ઘંટાને ત્રણ વખત વગાડી બધા દેવોને સજાગ ર્યા. પછી બધાને સંદેશો સંભળાવ્યો કે સૂર્યાભદેવ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યાા છે. તમે પણ પોત પોતાના વિમાનોથી શીધ્ર ત્યાં પહોંચો. ઘોષણા સાંભળી દેવ સુસજિજત થઈ યથાસમયે સુધર્મ સભામાં પહોંચ્યા. સૂર્યાભદેવની આજ્ઞાથી એક લાખ યોજન લાંબુ – પહોળું અને ગોળાકાર વિમાન વિકવ્યું. જેના મધ્યમાં સિંહાસન ઉપર સૂર્યાભદેવ આરૂઢ થયા. પછી યથાક્રમથી બધા દેવ ચઢીને પોત-પોતાના ભદ્રાસન પર બેસી ગયા. શીધ્ર ગતિએ વિમાન પહેલા દેવલોકના ઉતર નિર્માણ માર્ગથી નીકળી, હજારો યોજનની ગતિથી અલ્પ સમયમાં નંદીશ્વર દ્વીપના રતિકર પર્વત ઉપર પહોંચી ગયો. ત્યાં વિમાનને નાનું બનાવી પછી આમલકલ્પા નગરીમાં આવી વિમાન દ્વારા ભગવાનની ત્રણ વખત પ્રદક્ષિણા કરી, ભૂમિથી ચાર આંગળ ઊંચુ વિમાન રાખ્યું. સૂર્યાભદેવ પોતાના સમસ્ત દેવપરિવાર સહિત ભગવાનની સેવામાં પહોચ્યા અને વંદન-નમસ્કાર કરી પોતાનો પરિચય આપ્યો. ત્યારે ભગવાને સર્યાભદેવને સંબોધિત કરી યથોચિત્ત શબ્દોથી તેની વંદનાનો સ્વીકાર કરતાં કહ્યું કે આ તમારું કર્તવ્ય છે, ધર્મ છે, આચાર છે, જીતાચાર છે, કરણીય છે ઈત્યાદિ. સૂર્યાભદેવ ભગવાનના વચનો સાંભળી અત્યંત હર્ષિત થયા અને હાથ જોડી બેસી ગયા. પ્રભુએ પરિષદને ધર્મોપદેશ સંભળાવ્યો. ઉપદેશ સાંભળીને પરિષદ વિસર્જન થઈ. સૂર્યાભદેવે ભગવાનને પ્રશ્ન પૂછ્યો – ભંતે! હું ભવી છું કે અભવી? સમ્યક્દષ્ટિ છું કે મિથ્યાદષ્ટિ? પરિત સંસારી છું કે અપરિત સંસારી? ચરમ શરીરી છું કે અચરમ શરીરી? ઉત્તરમાં ભગવાને કહ્યું કે તમે ભવી, સમ્યદૃષ્ટિ છો અને એક ભવ કરી મોક્ષે જશો. સૂર્યાભદેવ અત્યંત આનંદિત થયા અને ભગવાનને કહ્યું – ભંતે ! આપ તો સર્વજ્ઞ, સર્વદર્શી છો. બધું જાણો–જુઓ છો પરંતુ ભક્તિવશ થઈ હું ગૌતમાદિ અણગારોને મારી ઋદ્ધિ–બત્રીસ પ્રકારના નાટકો દેખાડવા ઇચ્છું છું. આ પ્રમાણે નિવેદન કર્યું પણ ભગવાને કંઈ જ જવાબ ન આપ્યો, મૌન રહ્યા. પછી સૂર્યાભદેવે ત્રણ વખત વિધિયુક્ત વંદન કરી મૌન સ્વીકૃતિ સમજી ઇચ્છાનુસાર વૈક્રિય શક્તિથી સુંદર નાટયમંડપની રચના કરી અને ભગવાનની આજ્ઞા લઈ પ્રણામ કરી પોતાના સિંહાસન પર ભગવાનની સામે મુખ રાખી બેસી ગયા. નાટયવિધિનો પ્રારંભ કરતાં પોતાની એક ભુજામાંથી ૧૦૮ દેવકુમાર અને બીજી ભુજામાંથી ૧૦૮ દેવકુમારીઓ કાઢી. ૪૯ પ્રકારના ૧૦૮ વાદકોની વિકુર્વણા કરી. પછી દેવકુમારોને નાટક કરવાનો આદેશ કર્યો. દેવકુમારોએ આજ્ઞાનુસાર નૃત્ય ક્યું. તે નાટકનો મુખ્ય વિષય આ પ્રમાણે છે – (૧) આઠ પ્રકારના મંગલ દ્રવ્યો સંબંધી (૨) પંકિતઓ (આવલિકાઓ) સંબંધી (૩) વિવિધ ચિત્રો સંબંધી (૪) પત્ર-પુષ્પ-લતા સંબંધી (૫) ચંદ્રોદય-સૂર્યોદયની રચના સંબંધી (૬) તેમના આગમન સંબંધી (૭) તેના અસ્ત સંબંધી (૮) તેના મંડળ અથવા વિમાન સંબંધી (૯) હાથી, ઘોડા આદિની ગતિ સંબંધી (૧૦) સમુદ્ર અને નગર સંબંધી (૧૧) પુષ્કરણી સંબંધી (૧૨) કકાર, ખકાર, ગકાર ઇત્યાદિ આધ અક્ષર સંબંધી (૧૩) ઉછળવું – કૂદવું, હર્ષ–ભય, સંભ્રાંત- સંકોચ વિસ્તારમય થવા સંબંધી, અંતમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 68 ભગવાન મહાવીર સ્વામીનો પૂર્વ–દેવ ભવ, ચ્યવન, સંહરણ, જન્મ, બાલ્યકાળ, યૌવનકાળ, ભોગમય જીવન, વૈરાગ્ય, દીક્ષા, તપ–સંયમમય છદ્મસ્થ જીવન, કૈવલ્ય પ્રાપ્તિ, તીર્થ પ્રવર્તન અને નિર્વાણ સંબંધી સમસ્ત વર્ણન યુક્ત નાટકનું પ્રદર્શન ર્યું; નાટય વિધિનો ઉપસંહાર કરતાં દેવકુમાર દેવકુમારીઓએ મૌલિક ચાર પ્રકારના વાજીંત્ર વગાડ્યા, ચાર પ્રકારના ગીત ગાયા, ચાર પ્રકારના નૃત્ય દેખાયા અને ચાર પ્રકારનો અભિનય બતાવ્યો. પછી વિધિયુક્ત વંદન નમસ્કાર કરી સૂર્યાભદેવની પાસે આવ્યા. સૂર્યાભદેવે સમસ્ત વિકુર્વણાને સમેટી લીઘી. અને ભગવાનને વંદન–નમસ્કાર કરતાં પોતાના વિમાનમાં આરૂઢ થયા અને દેવલોકમાં ચાલ્યા ગયા. (શંકા : સમિકતી દેવોએ આ પ્રમાણે ન કરવું જોઇએ, સાધુસંઘને જ્ઞાન અધ્યયન અને સ્વાધ્યાયમાં તેથી વિક્ષેપ થાય છે. પ્રમાદ અને આસિકેત પણ થઈ શકે છે. સમાધાનઃ પ્રભુનું મહાતમ્ય બતાવવા કે હું આટલો ૠધ્ધિશાળી પણ ભગવાનને વંદન કરું છું કારણ કે તેઓ મારા કરતા પણ ઉચ્ચ અને વંદનીય છે. આજના સમયમાં આ શંકા તથ્ય છે, તેથી હવે આનું અનુકરણ કરી સાધુસંતો સમક્ષ નાટય સમારંભ તો ન જ કરી શકાય.) સૂર્યાભ વિમાનનું વર્ણન સૌધર્મ નામનું પ્રથમ દેવલોક સમભૂમિથી અસંખ્ય યોજન ઉપર છે. તે દેવલોકમાં ૩૨ લાખ વિમાન છે. તેની વચ્ચે પાંચ અવતંસક(મુખ્ય) વિમાન છે. (૧) અશોક અવતંસક (૨) સપ્તપર્ણ અવતંસક (૩) ચંપક અવતંસક (૪) આમ્ર અવતંસક. આ ચારે ચાર દિશામાં છે તેની વચ્ચે પ્રથમ દેવલોકના ઇન્દ્રનું સૌધર્માવતંસક વિમાન છે. આ સૌધર્માવતંસક વિમાનની પૂર્વ દિશામાં અસંખ્ય યોજન દૂર સૂર્યાભ નામનું વિમાન છે. જે સાડા બાર લાખ યોજન લાંબુ–પહોળું છે. - સૂર્યાભ વિમાનથી ૫૦૦ યોજન દૂર ચારે દિશાઓમાં એક–એક વનખંડ છે. જે ૫૦૦ યોજન પહોળા અને સૂર્યાભ વિમાન જેટલા લાંબા છે. તેના નામ – અશોક વન, સપ્તપર્ણ વન, ચંપક વન અને આમ્રવન છે. વનખંડમાં ઠેર ઠેર વાવડીઓ, પુષ્કરિણીઓ, કૂવા, તળાવ આદિ છે. જે વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. તેમાં ઉતરવા માટે ચારે દિશાઓમાં પગથીયા છે. તેની વચ્ચે ઠેર ઠેર નાના—મોટા પર્વત અને મંડપ છે. જ્યાં બેસવા–સૂવા માટે ભદ્રાસન છે. વનખંડમાં અનેક જગ્યાએ કદલીગૃહ, વિશ્રામગૃહ, પ્રેક્ષાગૃહ, સ્નાનગૃહ, શ્રૃંગારગૃહ, મોહનગૃહ, જલગૃહ, ચિત્રગૃહ, આદર્શગૃહ આદિ શોભી રહ્યા છે. વિધવિધ લતા મંડપો છે જેમાં અનેક પ્રકારના આસન, શયનના આકારની શિલાઓ છે. ચારે વનખંડોમાં વચ્ચો વચ્ચ એક એક પ્રાસાદાવતંસક છે જેમાં પલ્યોપમની સ્થિતિવાળા એક એક દેવ રહે છે. જેના નામ – અશોક દેવ, સપ્તપર્ણ દેવ, ચંપક દેવ, આમ્ર દેવ છે. વનખંડનો અવશેષ ભૂમિ ભાગ સમતલ, સુંદર, સુખદ સ્પર્શવાળો રમણીય છે. અનેક પ્રકારના પંચરંગી મણિ, તૃણ અને તેની મધુર ધ્વનિથી સુશોભિત છે. પુણ્યફળનો ઉપભોગ કરનાર દેવ–દેવીઓ અહીં ક્રીડા કરે છે. - ઉપકારિકાલયન :– સુઘમાં સભા અને અન્ય પ્રમુખ સ્થાનોથી યુક્ત રાજધાની સમાન પ્રસાદમય ઘેરાયેલ ક્ષેત્રને ઉપકારિલયન કહ્યું છે. આ ક્ષેત્ર જંબુદ્વીપ જેવડું છે. તેની મધ્યમાં એક મુખ્ય પ્રાસાદ છે જે ૫૦૦ યોજન ઊંચા ૨૫૦ યોજન વિસ્તારવાળો છે. તેની ચારે તરફ ચાર ભવન અડધા પ્રમાણના છે, જે ચારે પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ચાર ભવનોથી ઘેરાયેલા છે. તે ભવન પણ અન્ય અર્ધ પરિમાણના ચાર ભવનોથી ઘેરાયેલા છે. અર્થાત્ (૧ + ૪ + ૧૬ + ૬૪)૮૫ પ્રાસાદ છે. આ ઉપકારિકાલયન સૂર્યાભ વિમાનની વચ્ચે મધ્યમાં છે. સમભૂમિથી કંઈક ઊંચાઈ પર છે. તેમાં પ્રવેશ કરવાને માટે ચારે દિશાઓમાં પગથિયા છે. તેની ચારે બાજુ પદ્મવર વેદિકા રૂપ પરકોટા છે અને તેની ચારે બાજુ બે યોજનથી કંઈક ન્યૂન પહોળું વનખંડ છે. (નોંધ: પક્ષીઓ ઉડવાની શક્તિ ધરાવે છે, છતાં થોડું નજીકનાં ક્ષેત્ર માટે ચાલે પણ છે તેવીજ રીતે દેવોને પણ પગથીયાનો – સોપાનનો ઉપયોગ છે.) સુધર્મ સભાનું બાહય વર્ણન :– મુખ્ય પ્રાસાદવતંસકના ઈશાન ખૂણામાં અનેક સ્તંભો પર બનેલી સુધર્મ સભા છે. તેની ત્રણ દિશામાં ત્રણ દ્વાર અને ત્રણ સોપાનશ્રેણી (પગથીયા) છે. પશ્ચિમમાં નથી. આ દ્વાર સોળ યોજન ઊંચા અને આઠ યોજન પહોળા છે. દ્વારની સામે મંડપ છે, મંડપની આગળ પ્રેક્ષાગૃહ છે. પ્રેક્ષાગૃહની વચ્ચે મંચ છે, મંચની વચ્ચે ચબૂતરો(મણિપીઠિકા) છે, તેની ઉપર એક એક સિંહાસન છે. તેની આસપાસ અનેક ભદ્રાસન છે. પ્રેક્ષાગૃહની સામે પણ મણિપીઠિકા છે. તેના પર સ્તૂપ છે. સ્તૂપની સામે મણિપીઠિકા પર ચૈત્યવૃક્ષ છે, ચૈત્યવૃક્ષની સામે ઓટલા પર માહેન્દ્ર ધ્વજ છે. અને તેની સામે નંદા નામની પુષ્કરિણી છે. સુધર્મસભાનું આત્યંતર વર્ણન :– સુધર્મ સભાની ચારે તરફ કિનારા ઉપર ૪૮ હજાર ઘર જેવા ખુલ્લા વિભાગ છે. તેમાં ૪૮ હજાર લાંબી ખુરશીઓ સમાન આસન છે. સુધર્મ સભાની વચ્ચે ૬૦ યોજન ઊંચા માણવક ચૈત્ય સ્તંભ છે. જેના ૪૮ તળિયા અને ૪૮ પાળ છે. અર્થાત્ ૪૮ વળાંકમાં ગોળાકાર છે. જેના મધ્યભાગમાં અનેક ખીલીઓ છે જેમાં શીંકા લટકી રહ્યા છે અને શીકામાં ગોળ ડબ્બીઓ છે. ડબ્બીઓમાં ''જિન દાઢાઓ'' છે. જે દેવો માટે અર્ચનીય એવં પૂજનીય છે. માણવક ચૈત્ય સ્તંભની પૂર્વમાં સિંહાસન અને પશ્ચિમમાં દેવશય્યા છે. દેવ શય્યાના ઈશાન ખૂણામાં માહેન્દ્ર ધ્વજ છે. માહેન્દ્ર ધ્વજની પશ્ચિમમાં આયુધ શાળા છે. આયુદ્ઘ શાળાના ઈશાન ખૂણામાં સિદ્ધાયતન છે. સિદ્ધાયતનનું બાહ્ય વર્ણન સુધર્મસભાના બાહ્ય વર્ણન જેવું જ છે. સિદ્ધાયતની અંદર ૧૦૮ જિન પ્રતિમાઓ છે. તેની પાછળ એક છત્ર ધારક અને બાજુમાં બે ચામર ધારકની પ્રતિમાઓ છે. આગળ બબ્બે યક્ષ, ભૂત, નાગ આદિની મૂર્તિઓ છે. ત્યાં ૧૦૮ ઘંટડીઓ, ચંદન કળશ, થાળ, પુષ્પગંગેરી, ધૂપકડુચ્છક આદિ છે. સિદ્ધાયતનના ઈશાન ખૂણામાં અભિષેક સભા છે. તેના ઈશાન ખૂણામાં અલંકાર સભા છે. તેના ઈશાન ખૂણામાં વ્યવસાય સભા છે; તેમાં પુસ્તક રત્ન છે. જેમાં દેવોના જીતઆચાર કર્તવ્ય કલ્પ આદિ નું વર્ણન છે અને ધાર્મિક લેખ છે. (અહીં પ્રતિમાના વર્ણનના પાઠમાં વર્તમાન ચોવીસીના ઋષભ અને વર્ધમાનનાં નામવાળી પ્રતિમા ત્યાં શાસ્વત કેવી રીતે છે? વળી પ્રતિમાનાં વર્ણનમાં દાંત, જીભ અને તાળવાનું વર્ણન આવે છે. કોઈ પણ પ્રતિમાને દાંત,જીભ હોતા નથી સિવાયકે મોઢું ખુલ્લું હોય.) Page #69 -------------------------------------------------------------------------- ________________ 69 jainology આગમસાર વ્યવસાય સભાના ઈશાન ખૂણામાં નંદા નામની પુષ્કરિણી છે અને તેના ઈશાન ખૂણામાં વિશાળ બલીપીઠ ચબૂતરો છે. સૂર્યાભનો જન્માભિષેક અને ક્રિયા કલાપ:- સૂર્યાભદેવ ઉપપાત સભામાં જન્મ લે છે. સામાનિક દેવોના નિવેદન અનુસાર પ્રવૃત્તિ કરવા માટે પૂર્વ દરવાજાથી નીકળી સરોવર પર આવે છે. ત્યાં સ્નાનાદિથી નિવૃત્ત થઈ અભિષેક સભામાં આવી પૂર્વ દિશા સન્મુખ મુખ રાખી સિંહાસન પર બેસે છે. ત્યાં તેમનો બધા દેવ મળી જન્માભિષેક અને ઇન્દ્રાભિષેક કરે છે. અર્થાત કળશોથી સ્નાન કરાવે છે. અને વિવિધ પ્રકારે હર્ષ મનાવે છે. મંગલ શબ્દોચ્ચાર કરે છે. પછી પૂર્વ દરવાજાથી નીકળી સૂર્યાભદેવ અલંકાર શાળામાં આવી સિંહાસન પર બેસે છે. શરીરને લૂંછી, ગૌશીર્ષ ચંદનનો લેપ કરે છે. વસ્ત્ર યુગલ ધારણ કરે છે. અનેક આભૂષણ પગથી માંડી મસ્તક સુઘી ધારણ કરે છે. કલ્પવૃક્ષની જેમ સુસજિજત થાય છે. ત્યાર પછી વ્યવસાય સભામાં આવી સિંહાસન પર બેસી પુસ્તકરત્નનું અધ્યયન કરે છે. ત્યાર પછી નંદા પુષ્કરિણીમાં આવે છે. હાથ-પગનું પ્રક્ષાલન કરી પાણીની જારી અને ફૂલ લઈ સિદ્ધાયતનમાં આવે છે. વિનય ભક્તિ અને પૂજાવિધિ કરી ૧૦૮ મંગળ શ્લોકોથી સ્તુતિ કરે છે. ત્યાર પછી વંદન નમસ્કાર કરી મોરપીંછથી અનેકાનેક સ્થાનોનું પ્રમાર્જન, પાણીથી પ્રક્ષાલન અને ચંદનથી હાથના છાપા લગાવે છે, ધૂપ કરે છે, ફૂલ ચઢાવે છે. તે સ્થાનો આ પ્રમાણે છે – સિદ્ધાયતનનો મધ્યભાગ, દક્ષિણ દ્વાર, દ્વાર શાખા, પૂતળીઓ, વાઘ રૂપ મુખ મંડપનો મધ્ય ભાગ, મુખ મંડપનું પશ્ચિમી દ્વાર, પ્રેક્ષાઘર, મંડપના બધા ઉક્ત સ્થાન, ચૈત્ય સ્તૂપના બધા સ્થાન, ચૈત્ય વૃક્ષના બધા સ્થાન, મહેન્દ્ર ધ્વજના બધા સ્થાન, નંદા પુષ્કરિણીના બધા સ્થાન. તે જ રીતે ઉત્તર અને ત્યાર પછી પૂર્વ દ્વારના બધા સ્થાનોની પૂજા કરે છે. ત્યાર પછી સુધર્મસભામાં પ્રવેશ કરે છે. ત્યાં પણ જિન દાઢાઓ, સિંહાસન, દેવ શય્યા, મહેન્દ્ર ધ્વજ, આયુધ શાળા, ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા, પુસ્તક રત્ન, ચબૂતરા, સિંહાસન, નંદા પુષ્કરિણી સરોવર આદિ બધી જગ્યાઓનું મોરપીછથી પ્રમાર્જન, પાણીથી સિંચન, ફૂલ, ધૂપ આદિ ક્રિયાઓ કરે છે. આ રીતે સર્વ નાનામોટા સ્થાનોનું ધૂપ દ્વિપ અને પૂજન, પ્રમાર્જન તથા પ્રક્ષાલન કરે છે. (નોંધઃ માલિક દેવ દ્રારા ઉપપાત થતાંજ આટલું મોટું કાર્ય અને તેમાં પણ વળી નાના મોટા દરેક સ્થળ, પગથીયાં વગેરેનું પ્રમાર્જન, પાણીથી પ્રક્ષલન વગેરે ક્રિયા વિચારણીય છે. નોકર દેવો પણ આટલું બધું કામ નથી કરતાં.) અંતે બલીપીઠની પાસે આવી બલી વિસર્જન કરે છે. પછી નોકર દેવો દ્વારા સૂર્યાભ વિમાનના બધા માર્ગ, દ્વાર, વન, ઉપવનમાં આ પ્રમાણે અર્ચા–પૂજા વિધિ કરાવે છે. ત્યાર પછી નંદા પુષ્કરિણીમાં હાથ-પગનું પ્રક્ષાલન કરી, સુધર્મા સભાના પૂર્વ દરવાજાથી પ્રવેશ કરે છે. પૂર્વ દિશામાં મુખ કરી સિંહાસન ઉપર બેસી જાય છે. સૂર્યાભ સભાની વ્યવસ્થા - તેની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષીઓ, ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમમાં ચાર હજાર સામાનિક દેવ, દક્ષિણ પૂર્વમાં આવ્યંતર પરિષદના આઠ હજાર દેવ, દક્ષિણમાં મધ્યમ પરિષદના દસ હજાર દેવ, દક્ષિણ પશ્ચિમમાં બાહ્ય પરિષદના બાર હજાર દેવ, પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપતિ દેવ, તદુપરાંત પાછળની ચારે દિશામાં સોળ હજાર આત્મ રક્ષક દેવ; આ બધા પોત પોતાના નિયુક્ત ભદ્રાસનો પર બેસે છે. સૂર્યાભ દેવનું ચાર પલ્યોપમનું આયુષ્ય છે. તેના સામાનિક દેવોનું પણ ચાર-ચાર પલ્યોપમનું આયુષ્ય છે. આ પ્રકારે સૂર્યાભ દેવ મહાત્રદ્ધિ, મહાદ્યુતિ, મહાબલ, મહાયશ અને મહાસૌખ્યવાળો તથા મહાપ્રભાવી છે. દ્વિતીય ખંડ – પ્રદેશી રાજા સૂર્યાભદેવની મહાઋદ્ધિ જોતાં સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે આવી સંપદા તેને કેવી રીતે પ્રાપ્ત થઈ? પૂર્વ ભવમાં તે કોણ હતો? શી તપશ્ચર્યા કરી હતી? સંયમ, ધર્મનું પાલન કેવી રીતે ક્યું હતું? તેના સમાધાન અર્થે અહીં સૂર્યાભના પૂર્વ ભવનું વર્ણન કરવામાં આવ્યું પ્રદેશી રાજાનું જીવન - ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથનું શાસન પ્રવર્તી રહ્યું હતું. તે સમયે કેક્યાદ્ધ દેશમાં તાંબિકા નામની નગરીમાં પ્રદેશ રાજા રાજ્ય કરતા હતા. તેની સૂર્યકાંતા નામની રાણી હતી અને સૂર્યકાંત નામનો પુત્ર હતો. તેને યુવરાજ પદે આરૂઢ ક્યો હતો. જે રાજ્યની અનેક વ્યવસ્થાઓની દેખરેખ રાખતો હતો. પ્રદેશ રાજાનો ભ્રાતૃવંશીય ચિત્ત નામનો પ્રધાન (સારથી) હતો. જે ચારે બુદ્ધિમાં પારંગત, કાર્યકુશલ, દક્ષ, સલાહકાર, રાજાનો વિશ્વાસુ, આલંબનભૂત, ચક્ષુભૂત, મેઢીભૂત હતો; રાજ્ય કાર્યમાં સક્રિય ભાગ લેવા વાળો હતો. પ્રદેશી રાજાનો આધીનસ્થ જિતશત્રુ રાજા હતો. જે કૃણાલ દેશની શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. એકદા પ્રદેશી રાજાએ ચિત્ત સારથીને શ્રાવસ્તીનગરીની રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવાનું કહ્યું. કિંમતી ભેટશું આપી વિદાય ક્ય. ચિત્ત સારથી શ્રાવસ્તી ગયો. રાજાના ચરણોમાં ભટણું મૂકી પ્રદેશી રાજાનો સંદેશો કહ્યો. જિતશત્રુ રાજાએ ભેટનો સ્વીકાર ક્યો અને ચિત્ત સારથીનો સત્કાર કરી રાજમાર્ગ પર આવેલા ભવનમાં ઉતારો આપ્યો. ચિત્ત સારથી ત્યાં રહી રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા લાગ્યો. શ્રાવસ્તીમાં કેશી શ્રમણ :- એક વખત વિચરણ કરતા ભગવાન પાર્શ્વનાથના શિષ્ય અનેક ગુણોથી સંપન કેશીકુમાર શ્રમણ. શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ઠક નામના ઉદ્યાનમાં પધાર્યા. લોકોના ટોળે ટોળાં તેમના દર્શન કરવા જવા લાગ્યા. રાજમાર્ગ ઉપર કોલાહલ થતાં ચિત્ત સારથીનું ધ્યાન ખેંચાયું. અનુચર દ્વારા તપાસ કરાવતાં ખ્યાલ આવ્યો કે નગરીમાં કોઈ મહોત્સવ નથી પરંતુ કેશીકમાર શ્રમણ બગીચામાં પધાર્યા છે. લોકો તેમના દર્શનાર્થે જઈ રહયા છે. ચિત્ત સારથી પણ રથારૂઢ થઈ ઉદ્યાનમાં કેશીકુમાર શ્રમણ પાસે આવ્યા. વિધિવત્ નમસ્કાર કરી પરિષદમાં બેઠા. ધર્મોપદેશ સાંભળ્યો. યથાયોગ્ય પચ્ચકખાણ લઈ સહુ ચાલ્યા ગયા. ચિત્ત સારથીનું હૃદય પુલકિત બન્યું; ત્રણ વખત વંદન-નમસ્કાર કરી કહ્યું, 'ભંતે! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું અને તદ અનુરૂપ આચરણ કરવા તૈયાર છું'. તેમણે નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા-ભક્તિ પ્રગટ કરતા થકાં, નિર્ગસ્થ પ્રવચનને ધારણ કરવાવાળા શ્રમણોનાં ગુણ-કીર્તન ક્ય, અને ધન્યવાદ આપ્યા. જાતને અધન્ય માનતાં થકા નિવેદન ક્યું કે- 'ભંતે! હું શ્રમણધર્મ સ્વીકારવા અસમર્થ છું, તેથી આપની પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું'. Page #70 -------------------------------------------------------------------------- ________________ 70 આગમસાર–પૂર્વાર્ધ ચિત્ત સારથીએ શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા તેમજ શ્રમણોપાસકનાં અનેક ગુણોથી સંપન્ન થયા. જિતશત્રુ રાજાએ ચિત્ત સારથીને અમૂલ્ય ભેટર્ણ પ્રદેશ રાજાને આપવાનું નિવેદન કરી વિદાય આપી અને કહ્યું કે આપના કથન અનુસાર રાજ્યનું સંચાલન કરીશ. વિદાય લઈ ચિત્ત સારથી પોતાના ભવનમાં આવ્યા. ત્યાર પછી પગે ચાલીને જ કેશીકુમાર શ્રમણ પાસે ગયા. વંદન–નમસ્કાર કરી ધર્મોપદેશ સાંભળ્યો. પછી વિનંતિ કરી કે – 'ભંતે! હું શ્વેતાંબિકા નગરી જઈ રહયો છું. કરબદ્ધ વિનંતિ કરું છું કે આપ ત્યાં પધારવાની કૃપા કરજો.' - ચિત્તની વિનંતિની ઉપેક્ષા કરતાં કેશી શ્રમણે પ્રત્યુત્તર ન આપ્યો. ચિત્તે ભાવભરી વિનંતિ ક્યે જ રાખી. ત્યારે કેશી શ્રમણે દષ્ટાંત આપી ઉત્તર આપ્યો. કે જે પ્રકારે કોઈ સંદર, મનોહર વનખંડમાં પશઓને દ:ખ દેવાવાળા પાપિષ્ઠ લોકો રહેતા હોય, ત્યાં વનચર પશુઓને રહેવાનો આનંદ કેમ આવે? તે પ્રકારે હે ચિત્ત! શ્વેતાંબિકા નગરી ભલે સુંદર, રમણીય હોય પણ તમારો રાજા પ્રદેશી જે રહે છે તે અધાર્મિક, અધર્મનું આચરણ કરવાવાળો અને અધર્મથી જ વૃત્તિ કરવાવાળો છે. સદા હિંસામાં આસક્ત, દૂર, પાપકારી, ચંડ, રુદ્ર, શુદ્ર રહે છે. કૂડકપટ બહુલ, નિર્ગુણ, મયાર્દા રહિત, પચ્ચકખાણ રહિત, અધર્મનો જ સરદાર છે; પોતાની પ્રજાનું પણ રક્ષણ નથી કરતો યાવત્ ગુરૂઓનો પણ આદર-સત્કાર, વિનય-ભક્તિ નથી કરતો, તો તારી શ્વેતાંબિકા નગરીમાં કેવી. રીતે આવું? અર્થાતુ આવવાની ઇચ્છા નથી. ચિત્તે બધી વાતનો સ્વીકાર ર્યો. અને કહ્યું કે – ભંતે! આપને પ્રદેશ રાજાથી શું કામ છે? ત્યાં અન્ય અનેક રાજકર્મચારી, શેઠ, સેનાપતિ, સાર્થવાહ, પ્રજાજન ધાર્મિક છે. તેઓ આપનો સત્કાર કરશે અને વિનય-ભક્તિ કરશે. ધર્મોપદેશ સાંભળશે, પ્રત્યાખ્યાન ધારણ કરશે. આહાર–પાણીથી પ્રતિલાભશે તેથી આપ જરૂર શ્વેતાંબિકા પધારો. વારંવાર વિનંતિ કરવાથી કેશીકુમાર શ્રમણે આશ્વાસન આપતાં કહ્યું, "જેવો અવસર......... આશ્વાસન મેળવી ચિત્તે પુનઃ વંદન–નમસ્કાર કર્યા. પોતાના ભવન ઉપર આવ્યા બાદ શ્વેતાંબિકા જવા પ્રસ્થાન ક્યું. બિકા પહોંચ્યા પછી ચિત્ત સારથીએ ઉદ્યાન પાલકને ભલામણ કરી. ત્યાર પછી પ્રદેશ રાજા પાસે જઈ ભેટશું આપી પોતાના મહેલમાં આવ્યા. વિચરણ કરતા કેશીકુમાર શ્રમણ શ્વેતાંબિકા નગરીના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાન પાલકે ચિત્ત સારથીને સંદેશો પહોંચાડ્યો. ચિત્તે ત્યાંજ પ્રથમ સિદ્ધ ભગવંતને નમોત્થણના પાઠથી વંદન ક્ય. પછી કેશીશ્રમણને નમોત્થણના ઉચ્ચારણ પૂર્વક વંદન નમસ્કાર ર્યા ત્યાર પછી ઉદ્યાન પાલકને પ્રીતિદાન આપ્યું. યશાશીઘ્ર તૈયાર થઈ ચિત્ત સારથી ગુરુસેવામાં હાજર થયા. વંદન ક્ય. દેશના સાંભળી. ત્યાર બાદ પ્રદેશ રાજાને પ્રતિબોધવા વિનંતિ કરી. કેશીશ્રમણે કહ્યું – (૧) જે વ્યક્તિ સંત-મુનિરાજની સમક્ષ બગીચામાં આવે છે, શ્રદ્ધા-ભક્તિથી વાણી સાંભળે છે (૨) ગામ કે ઉપાશ્રયમાં જયાં પણ સંત હોય ત્યાં જાય (૩) ઘરે આવતાં સુપાત્રદાનથી સત્કાર કરે (૪) માર્ગમાં મળતાં અભિવાદન કરે છે; વંદના કરે છે તે વ્યક્તિ બોધ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી વિપરીત જે બગીચામાં નથી આવતો, નજીકના ઉપાશ્રયે નથી આવતો, ઘરે દાન દેવાનો ઉત્સાહ પ્રગટ નથી કરતો, સામા મળતાં મુખ છુપાવે અને શિષ્ટાચાર પણ ન કરે તે કેવલી પ્રરૂપેલા ધર્મને સાંભડવાનો લાભ પ્રાપ્ત કરી શકતો નથી અર્થાત બોધ પ્રાપ્ત નથી કરી શકતો. હે ચિત્ત ! તમારો રાજા પણ આજ રીતે કિંચિત્ત પણ વિનય કે સત્કાર કરવા તૈયાર નથી, તો તેને બોધ કેવી રીતે આપવો? ત્યારે ચિત્તે યક્તિ પૂર્વક રાજાને લઈ આવવાનો નિર્ણય ર્યો. બીજે દિવસે ચિત્તે પ્રદેશ રાજને કંબોજ દેશના શિક્ષિત કરાયેલા ઘોડાની પરીક્ષા કરવાનું કહ્યું. રાજાએ સ્વીકાર્યું. ચાર ઘોડાને રથમાં જોડી બને ફરવા માટે નીકળ્યા. અલ્પ સમયમાં ખૂબ દૂર નીકળી ગયા. સખત ગરમી અને તૃષાથી રાજા વ્યાકુળ બન્યા. આરામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ચિત્તે અવસર જોઈ રથ ફેરવ્યો. શીઘ્રતાથી તે બગીચા પાસે આવ્યા. રથને ઉભો રાખ્યો. તે વખતે કેશી શ્રમણનું પ્રવચન ચાલી રહ્યું હતું. રાજા વૃક્ષની શીતળ છાયામાં આરામ કરી રહયા હતા. ત્યાંથી કેશીકુમાર શ્રમણ તથા તેમની પરિષદ દેખાતી હતી. વ્યાખ્યાનનો અવાજ પણ સંભળાતો હતો. પ્રદેશી રાજાએ મનમાં વિચાર્યું કે આ જડ, મુંડ અને મુઢ લોકો જડ, મુંડ અને મુઢની ઉપાસના કરે છે. આટલું જોરથી કોણ બોલે છે કે જે મને શાંતિથી આરામ કરવા નથી દેતા. ચિત્તને પૂછયું આ કોણ છે? ચિત્તે મુનિનો પરિચય આપતાં કહ્યું કે ચાર જ્ઞાનના ધારક પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય છે. તેમને મન:પર્યવ અને અવધિ જ્ઞાન છે. પ્રાસુક એસણીય આહાર કરનાર હોય છે. શ્રમણ કેશી અને રાજા પ્રદેશનો સંવાદ: પ્રદેશ રાજા ચિત્ત સારથીની સાથે કેશી શ્રમણ પાસે આવ્યા અને ઉભા ઉભા જ પૂછવા લાગ્યા – આપ અવધિ જ્ઞાની છો? મનઃ પર્યવજ્ઞાની છો? પ્રાસુક એષણીય અન્ન ભોગી છો? કેશી શ્રમણ - રાજનું! જેમ વણિકો દાણચોરી કરવાના ભાવે સીધો માર્ગ નથી પૂછતા. તેવી રીતે તમે પણ વિનય – વ્યવહાર ન કરવાના ભાવે અયોગ્ય રીતે પ્રશ્ન પૂછી રહ્યા છો? રાજન્ ! મને જોઈને તમારા મનમાં એ સંકલ્પ ઉત્પન્ન થયો કે જડ, મુંડ અને મૂર્ખ લોકો જડ, મુંડ અને મૂર્ખની ઉપાસના કરે છે? ઇત્યાદિ. રાજા પ્રદેશી - મને એવો વિચાર આવ્યો તે તમે કેવી રીતે જાણ્યો? શ્રમણ :- શાસ્ત્રમાં પાંચ જ્ઞાન કહ્યા છે. તેમાંથી ચાર જ્ઞાન માને છે. જેમાં મન:પર્યવ જ્ઞાન દ્વારા હું જાણી શક્યો કે તમને ઉક્ત સંકલ્પ થયો હતો.(નોંધ: કેશી–ગૌતમ સંવાદ વાળા કેશીસ્વામી ત્રણ જ્ઞાનના ધારક હતા,તેથી આ કેશીસ્વામી ત્રેવીસમા ભગવાનની શિષ્ય સંપદાના હોવા છતાં બીજા છે એમ જણાય છે.સરખા નામ વાળા બે અલગ વ્યકિત હોવા જોઇએ.) રાજા :– હું અહીં બેસી શકું? કેશી - આ તમારો બગીચો છે. તમે જાણો છો. ત્યારે પ્રદેશ રાજા ચિત્ત સારથીની સાથે બેસી ગયા. રાજા:- ભંતે! આત્મા શરીરથી જુદો છે કે શરીર જ આત્મા છે? Page #71 -------------------------------------------------------------------------- ________________ jainology 71 આગમસાર કેશી - રાજન્ ! શરીર એ જ આત્મા નથી. આત્મા શરીરથી ભિન્ન છે. આત્માના અસ્તિત્વનું જ્ઞાન સ્વસંવેદનથી થઈ શકે છે. સંસારમાં જેટલા પ્રાણી છે તેમને સુખ અને દુઃખ, ધનવાન અને નિર્ધન, માન અને અપમાનનું જે સંવેદન થાય છે– અનુભૂતિ થાય છે, તે આત્માને જ થાય છે, શરીરને નહિ. શરીર તો જડ છે. આત્માની શંકા કરે, આત્મા પોતે આપ - શંકાનો કરનાર તેજ, અચરજ એહ અમાપ, આત્માના અસ્તિત્વની શંકા જડને નથી થતી. એવો સંશય ચેતન તત્વને જ થાય છે – “આ મારું શરીર છે.” આ કથનમાં જે 'મારું શબ્દ છે તે સિદ્ધ કરે છે કે હું કોઈ શરીરથી અલગ વસ્તુ છું અને તે આત્મ તત્વ છે, આત્મા છે,જીવ છે, ચૈતન્ય છે. શરીરના નાશ થવા પછી પણ તે રહે છે, પરલોકમાં જાય છે. ગમનાગમન અને જન્મ મરણ કરે છે. તેથી સંશય કરવાવાળો, સુખ–દુઃખ નો અનુભવ કરવાવાળો, આત્માનો નિષેધ કરવાવાળો અને હું મારું શરીર' આ બધાનો અનુભવ કરવાવાળો આત્મા જ છે અને તે શરીરથી ભિન્ન તત્વ છે. આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે પણ તેનો અનુભવ કરી ભવિષ્યમાં યાદ કોણ કરે છે? તે યાદ રાખનાર આત્મ તત્વ છે, જે શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન છે. રાજા :- ભંતે ! મારા દાદા મારા ઉપર અત્યંત સ્નેહ રાખતા હતા. તે મારા જેવા અધાર્મિક હતા, આત્મા અને શરીરને એક જ માનવા વાળા હતા તેથી તે નિઃસંકોચ પાપ કર્મ કરતાં જીવન પસાર કરતા હતા. તમારી માન્યતા અનુસાર તે નરકમાં ગયા હશે. ત્યાં દારૂણ દુઃખ ભોગવતા હશે. તેમને મારા ઉપર અપાર સ્નેહ હતો. માટે મને સાવધાન કરવા મારી પાસે તેઓએ આવવું જોઈતું હતું કે હે પ્રિય પૌત્ર! હું પાપકાર્યના ફલસ્વરૂપ નરકમાં ગયો છું અને મહાન દુઃખો ભોગવું છું તેથી તું આવું પાપ કાર્ય ન કરતો, ધર્મ કર, પ્રજાનું સારી રીતે સંરક્ષણ-પાલન કર. પણ આજ સુધી ક્યારેય આવ્યા જ નથી. તેથી તે બંને ! આત્મા કંઈ અલગ નથી, શરીર એ જ આત્મા છે. શરીરના નાશ થયા પછી આત્માની સ્વતંત્ર કલ્પના કરવી તે જૂઠું છે. કેશી - રાજનું! તારા દાદા નરકમાં ગયા હશે તો પણ આવ્યા નથી તેનું કારણ એ છે કે – જેમ તારી રાણી સૂર્યકાંતાની સાથે કોઈ અન્ય પુરુષ ઇચ્છિત કામભોગોનું સેવન કરે તે જોયા બાદ તે તેને કેવો દંડ કરે? રાજા :- તે દુષ્ટ પાપીને તત્કાળ દંડ દઉં અર્થાત્ તલવારથી ટુકડે ટુકડા કરી પરલોકમાં પહોંચાડી દઉં. કેશી :- જો તે એમ કહે કે મને એકાદ બે કલાકનો સમય આપો, જેથી હું મારા પરિવારને મળી આવું, સૂચના આપી આવું તો તું તેને છોડી દે? રાજા :- ના...એટલો બોલવાનો પણ સમય ન આપું. અથવા તે બોલવાની હિંમત પણ ન કરી શકે અને કદાચ કહે તો દુષ્ટને એક ક્ષણ પણ રજા ન આપું. કેશી :- રાજ! આ અવસ્થા નરકના જીવોની અને તારા દાદાની હશે. પોતાના દુઃખથી અહીં આવવાનો વિચાર પણ ન કરી. શકે અથવા તે આવવા ઈચ્છે તો આવી ન શકે તથા તેનું નરક લોકનું આયુષ્ય અને કર્મ ક્ષય ન થવાના કારણે તે ત્યાંથી આવી ન શકે. તેથી તારા દાદા તને કહેવા ન આવ્યા હોય તે માટે જીવ અને શરીર એક જ છે, તેમ માનવું યોગ્ય નથી. રાજા :- ભંતે! મારી દાદી બહ ધર્માત્મા હતી. તેથી તમારી માન્યતા અનુસાર જરૂર સ્વર્ગમાં ગઈ હશે. તેને પાપ ફળને પ્રતિબંધ નહીં હોય તો તે આવીને મને કહી શકે કે હે પૌત્ર! હું ધર્મ કરી સ્વર્ગમાં ગઈ છું. તું પાપ નહીં કરતો. આત્મા અને શરીર ભિન્ન છે, તેમ માની ધર્મ કર, પ્રજાનું યથાતથ્ય પાલન કર, ઇત્યાદિ. પણ હજી સુધી તે મને સાવધાન કરવા ક્યારેય આવી નથી. તેને મારા ઉપર અત્યંત પ્રેમ હતો તો પણ કેમ આવી નહિ? તેથી પરલોક, દેવલોક અને આત્મા એવું કાંઈ નથી એવી મારી માન્યતા છે. [નોંધઃ કેશી સ્વામીનાં સમય કાળમાં પોતાનાં સંપૂર્ણ આયુષ્ય દરમિયાન પ્રદેશી રાજાએ દેવોને જોયા નથી. તેથી ચોથા આરામાં પણ દેવો જવલેજ (તિર્થંકર,ચક્રવર્તી કે વાસુદેવની હાજરીમાં) આવાગમનની પ્રવૃતિ કરતાં હશે એવું અનુમાન થાય છે.] કેશી :- રાજન્! જ્યારે તું સ્નાન આદિ કરી પૂજાની સામગ્રી આદિ લઈ મંદિરમાં જઈ રહયો હોય, અને માર્ગમાં કોઈ પુરુષ અશુચિથી ભરેલા શૌચગૃહ પાસે બેઠો તમને કહે.'અહીં આવો, થોડી વાર બેસો. તો તમે ત્યાં ક્ષણભર પણ નહીં જાવ. તે પ્રકારે છે રાજન્ ! મનુષ્ય લોકમાં ૫00 યોજન ઉપર અશુચિની દુર્ગધ જાય છે. તેથી દેવો અહીં નથી આવતા. તેથી તમારા દાદી પણ તમને કહેવા ન આવ્યા હોય. દેવલોકમાંથી તિથ્યલોકમાં ન આવવાના કારણ (૧) ૫00 યોજન ઉપર દુર્ગધ ઊછળે છે. (૨) ત્યાં ગયા પછી અહીંનો પ્રેમ સમાપ્ત થઈ જાય છે. (૩) ત્યાં ગયા પછી હમણાં જાઉં જાઉં એવો વિચાર કરી કોઈ નાટક જોવામાં કે એશ-આરામમાં પડી જાય; તેટલા સમયમાં અહીં કેટલીય પેઢીઓ પસાર થઈ જાય છે.(૪) ત્યાંના કામભોગોમાં મુંજાઈ જાય છે. તેથી દાદીના આવવાનું તમારું માનવું યોગ્ય નથી. રાજા :- ભંતે! તે સિવાય પણ મારો અનુભવ છે કે શરીરથી ભિન્ન જીવ તત્વ નથી. એક વખત મેં એક અપરાધી પુરુષને લોખંડની કોઠીમાં બંધ કરી, ઢાંકણું ઢાંકી તેની ઉપર ગરમ લોખંડ અને ત્રાંબાનો લેપ ર્યો. વિશ્વાસુ માણસને પહેરેગીર તરીકે રાખ્યો. કેટલાક દિવસ પછી તે કોઠીને ખોલવામાં આવી તો તે વ્યક્તિ મૃત્યુ પામી હતી. તે કોઠીમાં સોઈની અણી જેટલું પણ છિદ્ર નહોતું પડ્યું. જો આત્મા અલગ હોય તો કોઠીમાંથી નીકળતાં ક્યાંક સૂક્ષ્મ છિદ્ર પડવું જોઈએ ને? ખૂબ ધ્યાન પૂર્વક નીરખ્યું હોવા છતાં ક્યાંય છિદ્ર ન દેખાયું. તેથી મારી માન્યતાને પુષ્ટિ મળી. કેશી : રાજન! ચોતરફ બંધ દરવાજાવાળો એક ખંડ હોય. તેની દિવાલો નક્કર બની હોય, તેમાં કોઈ વ્યક્તિ બૅડ-વાજા-ઢોલ આદિ લઈને ગઈ હોય, પછી દરવાજા બંધ કરી તેની ઉપર લેપ કરી સંપૂર્ણ છિદ્ર રહિત કરી, પછી જોર-જોરથી ઢોલ, ભેરી વગાડે તો અવાજ બહાર આવશે? તેની દિવાલ આદિમાં છિદ્ર થશે? રાજા :- દિવાલમાં છિદ્ર ન હોવા છતાં અવાજ તો જરૂર આવશે. કેશી :- રાજન્! જેવી રીતે છિદ્ર વિનાની દિવાલમાંથી અવાજ બહાર આવે છે તો અવાજથી પણ આત્મ તત્વ અતિ સૂક્ષ્મ છે. તેની Page #72 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 72 અપ્રતિહત ગતિ છે અર્થાત્ દિવાલ આદિથી જીવની ગતિ અટકતી નથી. તેથી તમે શ્રદ્ધા રાખો કે જીવ શરીરથી ભિન્ન તત્વ છે. રાજા : ભંતે ! એક વખત મેં એક અપરાધીને મારી તત્કાળ લોહ કુંભીમાં પૂરી ઢાંકણને લેપ લગાડી નિશ્ચિંદ્ર ર્યો. કેટલાક દિવસો પછી જોયું તો તેમા કીડાઓ પેદા થઈ ગયાં હતાં. તો બંધ કુંભીમાં તેમનો પ્રવેશ ક્યાંથી થયો ? અંદર તો કોઈ જીવ હતો જ નહિ. કેશી : કોઈ સઘન લોખંડનો ગોળો હોય, તેને અગ્નિમાં નાખી દીધા પછી તે થોડીવારમાં લાલધૂમ થઈ જાય છે ત્યારે સમજવું તેમાં અગ્નિનો પ્રવેશ થયો છે. તે ગોળાને જોવામાં આવશે તો ક્યાંય છિદ્ર નહીં દેખાય તો તેમાં અગ્નિનો પ્રવેશ ક્યાંથી થયો ? તેવી રીતે હે રાજન! જીવ પણ બંધ કુંભીમાં પ્રવેશ કરી શકે છે. તેનું અસ્તિત્વ અગ્નિથી પણ સૂક્ષ્મ છે. તેને લોખંડ આદિમાં પ્રવેશ કરતાં કે બહાર નીકળતાં બાધા નથી પહોંચતી. તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે શરીર અને આત્મા ભિન્ન છે, જન્મ, મરણ અને પરલોક છે. રાજા - એક શસક્ત વ્યક્તિ પાંચ મણ વજન ઉપાડી શકે છે અને બીજી અશક્ત વ્યક્તિ તે વજન ઉપાડી શકતી નથી. એટલે હું માનું છું કે શરીર એજ આત્મા છે. જો એક આત્મા વજન ઉપાડી શકે તો બીજો કેમ ન ઉપાડી શકે ? કારણ કે શરીર ગમે તેવું અશક્ત હોય પણ આત્મા તો બધાના સરખા જ છે ને ? બધા આત્મા સરખા હોવા છતાં સમાન વજન ઉપાડી નથી શકતા તેથી મારું માનવું યથાર્થ છે. 'શરીર એ જ આત્મા છે ' જેવું શરીર હોય તે પ્રમાણે કાર્ય થાય છે તેથી આત્માનું અલગ અસ્તિત્વ માનવાની આવશ્યકતા નથી. કેશી : સમાન શક્તિવાળા પુરુષોમાં પણ સાધનના અંતરથી કાર્યમાં પણ અંતર પડે છે. જેવી રીતે એક સરખી શક્તિવાળા બે પુરુષોને લાકડા કાપવાનું કાર્ય સોપવામાં આવ્યું. એકને તીક્ષ્ણ ધારવાળી કુહાડી આપી અને બીજાને બુઠી ધારવાળી કુહાડી આપી સારી કુહાડીવાળો પુરુષ લાકડાને જલ્દી કાપી નાખે છે અને ખરાબ કુહાડીવાળો કાપી નથી શકતો. તેનો અર્થ એવો નથી કે શસ્ત્ર પ્રમાણે કાર્ય થાય, વ્યક્તિ કંઈ છે જ નહીં પરંતુ સાધનના અભાવમાં કાર્યમાં અંતર પડે છે. તેમ આત્મ તત્વ બધામાં એક સરખુ હોવા છતાં સાધન રૂપ શરીરની અપેક્ષા તો દરેક કાર્યમાં રહે જ છે. ભાર વહન કરવા કાવડ તથા રસ્સી નવી–જુની મજબૂત જેવી હોય તે પ્રમાણે વ્યક્તિ ભાર વહન કરી શકે છે. આ રીતે સાધનની મુખ્યતાથી જ ભિન્નતા જણાય છે. તેથી હે રાજન્ ! આ તર્કથી પણ આત્માને ભિન્ન ન માનવો તે અસંગત છે. જ રાજાઃ—એક વખત એક માણસને મેં જીવતાં તોળ્યો, વજન ર્યું, પછી તત્કાળ પ્રાણ રહિત કરીને તોળ્યો તો અંશમાત્ર તેના વજનમાં અંતર ન પડયું. તમારી માન્યતાનુસાર શરીરથી ભિન્ન આત્મ તત્વ ત્યાંથી નીકળતું હોય તો વજનમાં ફરક પડવો જોઇએ ને ? કેશી :- કોઈ મસકમાં હવા ભરીને તોળવામાં આવે અને હવા કાઢી નાખ્યા પછી તોળવામાં આવે તો તેમાં કોઈ અંતર નથી પડતું. આત્મા તે હવાથી પણ અત્યંત સૂક્ષ્મ(અરૂપી) છે. તેથી તેના નિમિત્તથી વજનમાં ફરક પડતો નથી. તેથી હે રાજન્ ! તમારે શ્રદ્ધા કરવી જોઇએ કે શરીર અને આત્મા ભિન્ન છે. રાજા - એક વખત એક અપરાધીને મેં નાના—નાના ટુકડા કરી જોયો, મને ક્યાંય જીવ ન દેખાયો. તેથી હું માનું છું કે શરીરથી ભિન્ન જીવ જેવી કોઈ ચીજ જ નથી. કેશી :– રાજન્ ! તું પેલા મૂર્ખ કઠિયારાથી અધિક મૂર્ખ છે, વિવેકહીન છે. એક વખત કેટલાક કઠિયારા જંગલમાં ગયા. આજે એક નવો માણસ પણ સાથે હતો. જંગલ ખૂબ દૂર હોવાથી ત્યાંજ ખાવું–પીવું વગેરે કાર્ય હોઈ, સાથે થોડા અંગારા લીધા હતા. આજે તેઓએ નવા માણસને કહ્યું. તમે જંગલમાં બેસો. અમે લાકડા કાપી લઈ આવશું. તમે ભોજન બનાવી રાખજો. કદાચ આપણી પાસે રહેલો અગ્નિ બુજાઈ જાય તો અરણી કાષ્ટથી અગ્નિ પેદા કરી ભોજન તૈયાર કરી રાખજો. લાકડા લઈ આવ્યા પછી ભોજન કરી ઘરે જશે. તેઓના ગયા પછી પેલા માણસે યથાસમયે ભોજન બનાવવાનો પ્રારંભ ર્યો પણ જોયું તો આગ બુજાઈ ગઈ હતી. અરણી કાષ્ઠની ચારે બાજુ જોયું તો ક્યાંય અગ્નિ ન દેખાણો. આખરે અરણી કાષ્ટના ટુકડે—ટુકડા કરી જોયા પણ અગ્નિ ન દેખાણો. અગ્નિ વિના ભોજન કેમ પકાવવું ? તે નિરાશ થઈ બેઠો રહ્યો. ન જ્યારે તે કઠિયારાઓ લાકડા લઈને આવ્યા ત્યારે તેઓ બીજા અરણી કાષ્ઠ દ્વારા અગ્નિ પેદા કરી ભોજન બનાવ્યું. તેઓએ નવા કઠિયારાને કહ્યું કે – રે મૂર્ખ ! તું આ લાકડાના ટુકડેટુકડા કરી તેમાંથી અગ્નિ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તો એમ શોધવાથી અગ્નિ મળે ? તે જ રીતે હે રાજન્ ! તારી પ્રવૃત્તિ પણ તે મૂર્ખ કઠિયારા સમાન છે. રાજા : ભંતે ! તમારા જેવા જ્ઞાની, બુદ્ધિમાન, વિવેકશીલ વ્યક્તિ આ વિશાળ સભામાં મને તુચ્છ, હલકા શબ્દોથી, અનાદર પૂર્ણ વ્યવહાર કરે તે ઉચિત્ત છે.? કેશી ઃ રાજન્ ! તમે જાણો છો કે પરિષદ કેટલા પ્રકારની હોય છે ? તેમાં કોની સાથે કેવી રીતે વ્યવહાર કરાય ? કોને કેવો દંડ દેવાય ? તો તમે મારી સાથે શ્રમણોચિત્ત વ્યવહાર ન કરતાં, વિપરીત રૂપે વર્તન કરી રહયા છો તો મારે તમારી સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરવો જ યોગ્ય છે, તમે આ નથી સમજી શકતા ? રાજા : - પોતાનો આશય સ્પષ્ટ કરતાં રાજાએ કહ્યું કે પ્રારંભના વાર્તાલાપથી જ હું સમજી ગયો હતો કે આ વ્યક્તિ સાથે જેટલો વિપરીત વ્યવહાર કરીશ તેટલો જ્ઞાનલાભ વધુને વધુ થશે. તેમાં લાભ થશે નુકશાન નહિ જ. હું તત્વ જ્ઞાન, સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ ચારિત્રને પ્રાપ્ત કરીશ. જીવ અને જીવના સ્વરૂપને સમજીશ. તે કારણે જ હું તમારી સાથે વિપરીત વર્તન કરતો હતો. હે ભંતે ! આપ તો સમર્થ છો. મને હથેળીમાં રાખેલા આંબળાની જેમ આત્માને બહાર કાઢી બતાવો. કેશી :- હે રાજન્ ! આ વૃક્ષના પાંદડા આદિ હવાથી હલી રહ્યા તો હે રાજન્ ! તું આ હવાને આંખોથી જોઈ નથી શકતો, હાથમાં રાખી કોઈને દેખાડી નથી શકતો તો પણ તેના અસ્તિત્વનો સ્વીકાર તો કરે જ છે. તે પ્રકારે હે રાજન્ ! આત્મા હવાથી પણ સૂક્ષ્મ છે અર્થાત્ હવા તો રૂપી પદાર્થ છે પણ આત્મા અરૂપી છે. તેને હાથમાં કેવી રીતે દેખાડી શકાય ? તેથી હે રાજન ! તમે શ્રદ્ધા કરો કે હવાની સમાન આત્મા પણ સ્વતંત્ર અચક્ષુગ્રાહય તત્વ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૩ jainology આગમસાર જમીનમાં આંબો, દ્રાક્ષ, શેરડી, મરચા આદિના પરમાણુ પડ્યા છે તેવી શ્રદ્ધાથી કોઈ વ્યક્તિ બીજ વાવે તો ફળ પ્રાપ્ત કરી શકે પરંતુ કોઈ ધરતીને ખોદી તેના કણ-કણમાં તે આમ્ર, દ્રાક્ષ, શેરડી, મરચાના પરમાણુઓને પ્રત્યક્ષ જોવાનો પ્રયત્ન કરે તો તેને ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ થતી નથી. જ્યારે આ રૂપી પદાર્થ પણ રૂપી હોવા છતાં સામાન્ય જ્ઞાન વાળાને દષ્ટિગોચર નથી થતા તો આત્મા જેવો અરૂપી અને અતિ સૂક્ષ્મ પદાર્થ જોવાની કલ્પના કરવી તે બાલિશતા છે, નાદાનતા છે. તેથી આત્મા, પરલોક, પુદ્ગલ પરમાણુ, સૂક્ષ્મ સમય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવની આદિ, તૈજસ-કાશ્મણ શરીર, કર્મ આદિ કેટલાક તત્વ સામાન્ય જ્ઞાનીઓ માટે શ્રદ્ધા ગમ્ય અને બુદ્ધિ ગમ્ય હોઈ શકે. પ્રત્યક્ષ ગમ્ય નહિ. રાજા :–ભંતે! જીવને અલગ તત્વ માનશું તો તેનું પરિમાણ, કદ કે માપ કેટલું માનવું? તે આત્મા ક્યારેક હાથીની વિશાળ કાયામાં અને ક્યારેક કીડી જેવા નાના શરીરમાં કેવી રીતે રહી શકે? જો તેનું કદ કીડી જેટલું માનીએ તો હાથીના શરીરમાં કેવી રીતે રહી શકે ? અને જો હાથી જેટલું કદ માનીએ તો કીડીના શરીરમાં કેમ સમાઈ શકે? તેથી શરીર અને આત્માને ભિન્ન તત્વ ન માનવા જોઇએ. કેશી :- રાજ! જે પ્રકારે દીપક મોટા હોલમાં રાખવામાં આવે તો તેનો પ્રકાશ આખા હોલમાં ફેલાય છે અને નાના ખંડમાં રાખવામાં આવે તો પણ તેના પ્રકાશનો સમાવેશ થઈ જાય છે. તેવી રીતે બલ્બને એક કોઠીમાં રાખો તો તેનો પ્રકાશ કોઠીમાં સમાઈ જાય છે. તેનું કારણ એ છે કે રૂપી પ્રકાશમાં સંકોચ વિસ્તરણનો ગુણ છે. આ જ રીતે આત્માના પ્રદેશમાં પણ ઉક્ત ગુણ છે. તે જે કર્મના ઉદયથી જેવું અને જેટલું શરીર પ્રાપ્ત કરે છે તે શરીરમાં વ્યાપ્ત થઈને રહે છે. તેમાં કોઈ મુશ્કેલી નથી. તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે આત્મા અને શરીર ભિન્ન છે. જીવ તે શરીર નથી. રાજા :- ભતે ! આપે જે કંઈ સમજાવ્યું છે તે બધું ઠીક પણ મારા પૂર્વજો એટલે કે બાપ-દાદાના વખતથી ચાલ્યો આવતો આ ધર્મ કેમ છોડું? કેશી - હે રાજન! તમે લોહ વણિકની જેમ હઠીલા ન બનો. નહિતર તેની જેમ પસ્તાવુ પડશે.યથા – એકદા કેટલાક વણિકો ધન કમાવાની ઈચ્છાથી યાત્રાર્થે નીકળ્યા. મોટા જંગલમાં આવ્યા ત્યાં કોઈ એક સ્થાને લોખંડની ખાણ જોઈ. બધાએ વિચાર વિમર્શ કરી લોખંડના ભારા બાંધ્યા. આગળ જતાં સીસાની ખાણ આવી. બધાએ વિચારી લોખંડ છોડી સીસાના ભારા બાંધ્યા. એક વણિકને અનેક રીતે સમજાવવા છતાં તેણે એમ જ કહ્યું કે આટલે દૂરથી મહેનત કરી વજન ઉપાડ્યું હવે તેને કેમ છોડાય? આગળ જતાં ત્રાંબાની, પછી ચાંદીની, ત્યાર પછી સોનાની, રત્નની અને અંતે હીરાની ખાણો આવી. બધા વણિકોએ અગાઉની વસ્તુનો ત્યાગ કરી હીરા ભરી પુનઃ ઘર તરફ જવાની તૈયારી કરી. પણ પેલા વણિકે પોતાની જીદ અને અભિમાનમાં લોખંડ છોડ્યું નહિ અને હીરા લીધા જ નહિ. નગરમાં આવ્યા પછી બધા વણિકોએ હીરા વેચી અખૂટ ધન સંપતિ પ્રાપ્ત કરી. વિશાળ સંપતિના માલિક બનીને સમય પસાર કરવા લાગ્યા. પરંતુ લોહ વણિક ફક્ત લોઢાના મૂલ્ય જેટલું ધન મેળવી પૂર્વવત્ જીવન જીવવા લાગ્યો અને તેના સાથીઓના વિશાળ બંગલા અને ઋદ્ધિને જોઈ પારાવાર પશ્ચાતાપ કરવા લાગ્યો. વણિક હોવા છતાં હાનિ-લાભ, સત્યઅસત્યનો વિચાર ન ક્ય. પૂર્વાગ્રહમાં રહી પશ્ચાતાપ મેળવ્યો, તેમ હે રાજન્ ! તું બુદ્ધિમાન થઈ, જાણતો હોવા છતાં સત્યઅસત્યનો નિર્ણય કરી સત્યનો સ્વીકાર નથી કરતો, તો તારી દશા લોહ વણિક જેવી જ થશે. રાજાનું પરિવર્તન :- કેશીકુમાર શ્રમણના નિર્ભીક સચોટ વાક્યોથી, અને તર્કસંગત દષ્ટાંતોથી પ્રદેશ રાજાના જીવનમાં પરિવર્તન આવ્યું. ચિત્ત સારથીનો પુરુષાર્થ સફળ થયો. રાજાએ વંદન નમસ્કાર કરી મુનિને કહ્યું – ભંતે! હું લોહ વણિક જેવું નહીં કરું કે જેથી મારે પસ્તાવું પડે. હું તમારી પાસે ધર્મશ્રવણ કરવા ઇચ્છું છું. કેશી શ્રમણે સમય ઉચિત્ત ધર્મ ઉપદેશ આપ્યો. જેથી પ્રદેશ રાજા વ્રતધારી શ્રમણોપાસક બન્યા. બીજે દિવસે સંપૂર્ણ પરિવાર પાઠ પૂર્વક દર્શનાર્થે આવ્યા. પાંચ પ્રકારના અભિગમ સહિત તેમના અવગ્રહમાં પ્રવેશ . વિધિયુક્ત વંદન નમસ્કાર કર્યો. અગાઉ કરેલ અવિનય, અશાતનાની ક્ષમા યાચના કરી. ઉપદેશ સાંભળવા વિશાળ પરિષદ સાથે કેશી શ્રમણ સમક્ષ બેસી ગયા. કેશી શ્રમણે પરિષદને લક્ષ્યમાં રાખી ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળી પરિષદ વિસર્જિત થઈ. કેશી શ્રમણે રાજાને સંબોધિત કરી કંઈક ભલામણ રૂપે શિક્ષા વચનો કહ્યા – - હે પ્રદેશી! જેવી રીતે ઉદ્યાન, ઈક્ષનું ખેતર, નૃત્ય શાળા આદિ ક્યારેક રમણીય હોય છે તો ક્યારેક અરમણીય પણ બની જાય છે. તેમ તું ધર્મની અપેક્ષાએ રમણીય બની પુનઃ ક્યારેય અરમણીય બનતો નહીં. રાજા :- ભંતે! હું શ્વેતાંબિકા સહિત સાત હજાર ગામ નગરોને ચાર વિભાગમાં વિભક્ત કરીશ. યથા– (૧) રાજય વ્યવસ્થા માટે (૨) ભંડાર માટે (૩) અંતઃપુર માટે અને (૪) દાન શાળા માટે. દાનશાળાની વ્યવસ્થા માટે સુંદર કુટાકાર શાળા તથા નોકરોને નિયુક્ત કરીશ; જેમાં સદા ગરીબોને તથા અન્ય વાચકો અને ભિક્ષાચરોને ભોજન આદિની સુંદર વ્યવસ્થા રહેશે. તદુપરાંત હું પણ વ્રત, પચ્ચકખાણ અને પૌષધ કરતો ઉત્તરોત્તર ધર્મ આરાધનામાં અભિવૃદ્ધિ કરીશ. આ પ્રકારે પ્રદેશીએ દ્રવ્ય અને ભાવથી જીવન પરિવર્તન કર્યુ. ધર્માચરણમાં તેની રુચિ કેન્દ્રિત થઈ ગઈ. રાજ્ય વ્યવસ્થાની લગન ઘટી ગઈ. ભવિતવ્યતા વશ પ્રદેશનું ધર્મયુક્ત જીવન રાણી સૂર્યકાંતા સહી ન શકી. તેની દષ્ટિમાં રાજા વાસનાથી વૈરાગી - ધર્મઘેલા બની ગયા હોય તેવું લાગ્યું. અનેક વિકલ્પોથી ઘેરાઈ ગઈ. ત્યાં સુધી વિચાર્યુ કે રાજાને ઝેર દઈ મારી નાખવા. પોતાની અધીરાઈને રોકી ન શકી. પોતાના કુત્સિત વિચારો સૂર્યકાંતકુમાર પાસે રજૂ ક્ય. સૂર્યકાંત કુમારે તેની હળાહળ ઉપેક્ષા કરી તેથી રાણીને લાગ્યું કે કદાચ કુમાર મારા વિચારો રાજા પાસે રજુ કરી ન દે.. અવસર જોઈ રાજાને ભોજનનું નિમંત્રણ આપી વિષમય આસન, શય્યા, વસ્ત્ર, આભૂષણ અને આહાર–પાણી બનાવ્યા. યથાસમયે પ્રદેશને વિષયુક્ત ભોજન આપ્યું. તેનો ભોગ ઉપભોગ કરતાં જ રાજાને બેચેની થવા માંડી, વિષનો પ્રભાવ વધવા માંડ્યો. રાજાને સમજતાં વાર ન લાગી. તે ત્યાંથી ઉઠયા. પૂર્ણ શાંતિ અને સમભાવના સાથે કર્મનો ઉદય અને ભવિતવ્યતાનો વિચાર કરી સૂર્યકાંતા Page #74 -------------------------------------------------------------------------- ________________ 74 આગમસાર–પૂર્વાર્ધ પ્રત્યે બિલકુલ દ્વેષ ન કરતાં ધીરે ધીરે ચાલતાં પૌષધશાળામાં પહોચી ગયા. ઘાસના સંથારે પથંકાસને બેસી વિધિવત્ ભક્તપ્રત્યાખ્યાન સંથારો ક્યો. પ્રથમ નમોત્થણે સિદ્ધ પરમાત્માને અને બીજું નમોત્થણે ધર્મગુરુ ધર્માચાર્ય કેશી શ્રમણને આપ્યું અને ઉચ્ચારણ કર્યું કે હે ભંતે! આપ ત્યાં બેઠા મને જોઈ – જાણી શકો છો હું આપને વંદન નમસ્કાર કરું છું. ત્યાર પછી અઢાર પાપ અને ચાર આહારનો ત્યાગ ક્ય. શરીરના મમત્વનો ત્યાગ ક્ય, શરીરને વોસિરાવી દીધું. વિષનું પરિણમન વૃદ્ધિગત થતાં પ્રગાઢ વેદના પ્રજ્જવલિત થઈ પરંતુ પરીક્ષાના સમયે સમભાવને ન ચૂકતા પ્રદેશ રાજા આયુષ્ય પૂર્ણ કરી, ધર્મના આરાધક બની સૂર્યાભ દેવ બન્યા. આ પ્રકારે અમાવસ્યાથી પૂનમ તરફ આવીને એટલે કે નાસ્તિકમાંથી આસ્તિક બની, દિવ્ય દેવાનુભવ તથા ઐશ્વર્યને પ્રાપ્ત ક્ય. દેવભવની ચાર પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, રાજ દ્ધિનો ત્યાગ કરી બાળ બ્રહ્મચારી દઢ પ્રતિજ્ઞ નામના શ્રમણ થશે. ઘણા વર્ષોની કેવલી પ્રવજ્યા પાળી અંતિમ દિવસોમાં અનશન કરી નિર્વાણ પ્રાપ્ત કરશે. ભવચક્રથી મુક્ત થઈ જશે. શિક્ષા એવં જ્ઞાતવ્ય: (૧) ધૃણા પાપસે હો પાપીસે નહીં કભી લવલેશ – ભૂલ સુજા કર સત્ય માર્ગ પે, કરો યહી યત્નશ. ચિત્ત સારથી અને કેશી શ્રમણના અનુપમ આદર્શથી એક દુરાગ્રહી, પાપિષ્ઠ માણસ જેના હાથ લોહીથી રંગાયેલા રહેતા હતા, તેવી ઉપમા સૂત્રમાં જેને આપવામાં આવી છે, તે એક વખત સંત સમાગમ થતાં, વિશદ ચર્ચા કરતાં, દઢધર્મી બન્યો. (૨) કેશી શ્રમણનો ઉપદેશ સૂર્યકાંતા મહારાણીએ પણ સાંભળ્યો હતો. તે રાજા જેવી પાપિષ્ઠ નહોતી, રાજાને પ્રિયકારી હતી, તેથી પુત્રનું નામ માતાના નામ ઉપરથી સૂર્યકાંત રાખવામાં આવ્યું હતું. છતાં રાજાના પૂર્વના નિકાચિત્ત કર્મ ઉદયમાં આવતાં રાણીને કુમતિ સૂઝી. જીવ અજ્ઞાન દશામાં કોઈ ઉતાવળું કાર્ય કરી બેસે છે; જેનાથી તેને કોઈ લાભ થતો નથી. છતાં ફક્ત ઉત્પન થયેલ સંકલ્પોને પૂર્ણ કરવા દત્તચિત્ત બની જાય છે. આ પણ જીવની અજ્ઞાનદશા છે. અંતે અપયશ મેળવી આ ભવ-પરભવને બગાડી દુ:ખની પરંપરાનું સર્જન કરે છે. ધર્મની સમ્યફ સમજણ આવ્યા પછી રાજા હોય કે પ્રધાન, શ્રાવકના બાર વ્રત ધારણ કરવામાં કોઈને તકલીફ પડતી નથી. તેથી ધર્મપ્રેમી કોઈપણ આત્મા સંયમ સ્વીકાર નથી કરી શકતા તેમણે શ્રાવકવ્રત ધારણ કરવામાં આળસ, પ્રમાદ, લાપરવાહી કે ઉપેક્ષાવૃતિ ન રાખવી જોઈએ. દા.ત. ચિત્ત સારથી અન્ય રાજ્યમાં રાજ્ય વ્યવસ્થા માટે ગયો હોવા છતાં ત્યાં બારવ્રતધારી બન્યો. પરદેશી રાજા અશ્વ પરીક્ષાર્થે નીકળ્યા હોવા છતાં મુનિના સત્સંગથી બારવ્રતધારી શ્રાવક બન્યા. આજે વર્ષોથી ધર્મ કરણી કરતા માણસો બાર વ્રત ધારી નથી બની શકતા. તેમણે આ સૂત્રમાંથી પ્રેરણા મેળવી વ્રતધારી શ્રાવક બનવું જોઇએ. આધ્યાત્મ ભાવની સાથે સાથે ગૃહસ્થ જીવનમાં અનુકંપા દાન અને માનવસેવાને સ્થાન આપવું જોઈએ. પ્રદેશી શ્રમણોપાસકને કેશી શ્રમણે 'રમણીક રહેવાની પ્રેરણા આપી હતી. તેના ફળ સ્વરૂપે રાજાએ દાનશાળા ખોલી. વિચન એક ચક્ષથી નથી ચાલતું. ઉભય ચક્ષ પ્રવર્તક છે. કેટલાક ફક્ત માનવસેવાને જ ધર્મ માને છે. વ્રત નિયમની ઉપેક્ષા કરે છે. તો કેટલાક શ્રાવક આધ્યાત્મ ધર્મમાં આગળ વધે છે પણ સંપન્ન હોવા છતાં દયા, દાન, માનવસેવા, ઉદારતાના ભાવોની ઉપેક્ષા કરે છે. તે બધાની ગૃહસ્થ જીવનની સાધના એક ચક્ષુભૂત સમજવી. તેઓ છતી શક્તિએ ધર્મની પ્રભાવના કરી શકતા નથી આ પ્રમાણે આ સૂત્રના અંતિમ પ્રકરણથી શ્રાવકોએ ઉભય ચક્ષુ બનવાની પ્રેરણા પ્રાપ્ત કરવી જોઇએ. અર્થાત્ અધ્યાત્મધર્મની સાધનાની સાથે છતી શક્તિએ અનુકંપા દાન આદિની ઉપેક્ષા ન કરવી જોઇએ. (૫) શ્રમણ વ કેશીશ્રમણની આ ચર્ચાથી અનુપમ પ્રેરણા લેવી જોઇએ કે દુરાગ્રહી પ્રશ્નકર્તાઓને પણ સંતોષ આપી શકાય છે. આવા પ્રકરણોનું વારંવાર સ્વાધ્યાય, મનન કરવાથી બુદ્ધિ અને તર્કશક્તિનો વિકાસ થાય છે. (૬) કેવળજ્ઞાની ભગવંતો પણ અંતિમ સમયે ઘણા દિવસોનો સંથારો કરે છે તે પ્રદેશના ભવિષ્યના ભવ દઢપ્રતિજ્ઞના વર્ણનથી સ્પષ્ટ થાય છે. (૭) કથાનકોમાં પ્રદેશી રાજાએ છઠના પારણે છઠની ૩૯ દિવસની શ્રમણોપાસકની પર્યાયમાં આરાધના કરી છે તેમ વર્ણવ્યું છે, પણ આ સૂત્રમાં તે ઉપલબ્ધ નથી. રાણીએ છઠનાં પારણા માં ઝેર આપ્યું હોય એ પણ શક્ય છે. (૩) આ બધા તારા રૂપ પણ છે. કથામાં ઉપસ્થિત જીવાત્માઓમાં મારો આત્મા છે, તમારો આત્મા પણ છે, આજ સુધી અનંત ભવભ્રમણ કરતાં જીવ હજી સિધ્ધ ગતિ નથી પામ્યો. અને આજથી પૂર્વે જીવે અનંત ભવ કર્યા તેથી આમાંના સઘળા ભવ જીવે ક્ય. તેથી તે જીવો પ્રત્યે આત્મભાવમાં ઘુણા ન લાવતાં, કરુણા ભાવ રાખવો. નાગેશ્રી સુર્યકાંતાં, મહાશતક પત્ની રેવતી કે ગોશાલક જ્વા જીવો પ્રત્યે પણ વૃશાભાવ ન રાખવો, કે ન તેમનાં ભવભ્રમણનું વાંચન કરતાં, ન્યાય થયો એમ જાણવું. પરંતુ જીવોની આ પણ એક દશા છે. એમ જાળી કરુણાભાવ રાખવો. કારણકે હે જીવ તે જીવાત્મા તું પોતે પણ છે. તેથી હવે તું પોતાના પર ઉપકાર કર, દયા કર અને ફરી આવા ભવ ભ્રમણ ન કરવા પડે તે માટે પ્રયત્ન કર. Page #75 -------------------------------------------------------------------------- ________________ 75 jainology આગમસાર (૮) પાપકર્મોનો ઉદય થતાં પોતાના પણ પરાયા થઈ જાય છે. તેથી સંસારમાં કોઈની પણ સાથે મોહ રાખવો નહિ. નિમ્પ્રયોજન અહિત કે પ્રાણઘાત કરનાર ઉપર પણ દ્વેષ કરવો નહિ. સમભાવ રાખવામાં કંઈ અહિત થતું નથી. આ પ્રકારે વર્તવાથી જ પ્રદેશીએ ધર્મ આરાધના કરી દેવભવની પ્રાપ્તિ કરી. તેમજ સંસાર બ્રમણથી મુક્ત થવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. એક કવિના શબ્દોમાં કહીએ તો – જહર દિયા મહારાણીને, રાજા પરદેશી પી ગયા,– વિઘટન પાપકા ક્યિા, રોષ કો નિવારા હૈ વિપદાઓ કે માધ્યમ સે, કર્મોકા કિનારા હૈ– ડરના ભી ક્યા કષ્ટોસે, મહાપુરુષોકા નારા હૈ (૯) આત્મા આદિ અરૂપી તત્વોને શ્રદ્ધાથી સમજી સ્વીકારવા જોઇએ. સૂક્ષ્મતમ તત્વો માટે પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ ન રાખવો જોઈએ. તર્ક અગોચર વિષયોનો પણ શ્રદ્ધાથી સ્વીકાર કરવો જોઈએ. પરંપરાગત રૂઢીઓને પણ સાચી સમજણ મેળવ્યા પછી છોડી દેવી જોઈએ. પછી ગમે તેવી પરંપરા હોય, સિદ્ધાંતનું રૂપ લઈ ચૂક્યા હોય, આચારનો કે ઇતિહાસનો વિષય હોય તો પણ જો તે અસત્ય,કલ્પિત, અનઆગમિક, અસંગત હોય તો તે પરંપરાનો દુરાગ્રહ ન રાખવો. બલ્ક સત્ય બુદ્ધિથી નિર્ણય લીધા બાદ પરિવર્તન કરવામાં જરા પણ હિચકિચાટ ન થવો જોઇએ. આ પ્રેરણા કેશી સ્વામીએ પ્રદેશી રાજાને લોહ વણિકના દિષ્ટાંત દ્વારા આપી હતી. અને પ્રદેશીએ તેનો સ્વીકાર પણ ર્યો હતો. (૧૦) પ્રદેશી રાજા અને ચિત્ત સારથીના ધાર્મિક શ્રમણોપાસક જીવનના વર્ણનમાં મુનિ દર્શન, સેવા ભક્તિ, વ્યાખ્યાન શ્રવણ, પાંચ અભિગમ,વંદન વિધિ,ક્ષેત્ર સ્પર્શના કરવાની વિનંતિ, સાધુની ભાષામાં સ્વીકૃતિ, શ્રાવક વ્રત ધારવા, પૌષધ સ્વીકાર, શ્રમણ નિગ્રંથો સાથેનો વ્યવહાર, દૂર ક્ષેત્રમાં વિચરતા શ્રમણોને વંદના, ઉદ્યાનમાં પધારવા છતાં પ્રથમ ઘરમાંજ વંદન વિધિ, અનશન ગ્રહણ આદિ ધાર્મિક કૃત્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે શ્રાવકોના શ્રેષ્ઠ આચારો છે. સાથે જ જનસેવાની. ભાવનામય રાજયની આવકનો ચોથો ભાગ દાનશાળા માટે વાપરવા રૂપ આચરણને ધાર્મિક જીવનનું મહત્વશીલ અંગ બતાવ્યું છે. (૧૧) સૂર્યાભ વિમાનની સુધર્મા સભામાં જે સિદ્ધાયતન આદિનું વર્ણન છે તેમાં ૧૦૮ જિન પ્રતિમાઓનું વર્ણન છે તેને સૂર્યાભદેવે જન્મ સમયે પૂજી છે. પણ સુધર્મા સભાની બહાર સૂપના વર્ણનની સાથે જે ચાર જિન પ્રતિમાઓનું કથન મૂળ પાઠમાં ઉપલબ્ધ છે તે શંકાસ્પદ છે. કારણ કે શાશ્વત દેવલોકના સ્થાનોમાં ૧૦૮ નામ વિનાની મૂર્તિઓ અંદરના ભાગમાં છે. તો પછી દરવાજાની બહારના અસંગત સ્થાનમાં, તે પણ સ્તૂપ તરફ મુખવાળી તેમજ વર્તમાન ચોવીસીના ઋષભ અને વર્ધમાન નામ વાળી છે અને ઐરાવતના પ્રથમ અને અંતિમ તીર્થકરનું નામ પણ તેમાં જોયું છે. શાશ્વત પ્રતિમાઓમાં ચોથા આરાના ચાર તીર્થકરોનાં નામ હોવા ખરેખર સંદેહ પૂર્ણ છે.તેથી તેની કાલ્પનિકતા અને પ્રક્ષિપ્તતા પ્રગટ થાય છે. આ ચાર પ્રતિમાઓના માપ સૂત્રમાં કયા અનુસાર વર્તમાન ઋષભ અને વર્ધમાન તીર્થકારના માપથી ભિન્ન છે. કારણ કે શાશ્વત સ્થાનની પ્રતિમાઓ ભિન્ન ભિન્ન અવગાહનાવાળી ન હોય. તો ઋષભ અને વર્ધમાનની અવગાહનાનો મેળ ક્યાં બેસે ? ઋષભદેવની ૫૦૦ ધનુષ્યની અગવાહના છે જ્યારે મહાવીર સ્વામીની સાત હાથની. આથી ફલિત થાય છે કે તે સૂપની પાસેની ચારે પ્રતિમાઓનું વર્ણન કાલ્પનિક છે. (૧૨) તીર્થકર ભગવંતો ને અને શ્રમણોને પરોક્ષ વંદન, નમોત્થણના પાઠથી કરવામાં આવે છે તે વંદન ભલેને દેવ–મનુષ્ય કરે, દેવ સભા, રાજ સભા, પૌષધશાળા કે ઘરમાં બેઠા કરે. તેમજ તેઓને પ્રત્યક્ષ વંદન તિકબુતોના પાઠથી કરાય છે, ચાહે શ્રાવક હોય કે દેવ. સિદ્ધોને વંદન સદાય નમોત્થણના પાઠથી જ કરવામાં આવે છે. કારણ કે તેઓ હંમેશા પરોક્ષજ હોય છે. આ નિર્ણય પ્રસ્તુત સૂત્રના પ્રસંગોથી કે અન્ય સૂત્રમાં આવેલા પ્રસંગોથી તેમ સિદ્ધ થાય છે. મોક્ષ પ્રાપ્ત તીર્થકારોને સિદ્ધપદથી વિંદન કરવામાં આવે છે. ઈચ્છામિ ખમાસણો' ના પાઠથી ઉત્કૃષ્ટ વંદન ફક્ત પ્રતિક્રમણ વેળાએ જ કરવામાં આવે છે. અન્ય સમયમાં અથવા અન્યત્ર આ ઉત્કૃષ્ટવિધિથી વંદન ક્યાંય કરવામાં આવ્યા નથી. નમોત્થણં તથા તિખુતોના પાઠથી વંદન બતાવ્યા છે. શ્રમણોને જે નમોત્થણંથી વંદન કરવામાં આવે છે તેમાં તીર્થકોના સંપૂર્ણ ગુણોનું ઉચ્ચારણ ન કરતાં નીચે પ્રમાણે સંક્ષિપ્તમાં બોલવામાં આવે છે “ નમોહ્યુ કેસિસ્સ કુમાર સમણસ્સ મમ ધમ્માયરિસ્સ ધમ્મોવએસગલ્સ અને વિશિષ્ટ જ્ઞાની ગુરુ હોય તો. વંદામિણે ભંતે! તિત્વગય ઈહગએ, પાસઉમે ભગવંત તિર્થીગયે ઈદગયું તિકટુ વંદઈ નમંસઈ.” એટલું અધિક બોલવું જોઈએ. ઉપકારી શ્રમણોપાસકને પણ પરોક્ષ વંદન નમોત્થણના શબ્દથી કરાયા છે ઔપપાતિક સૂત્રમાં 'નમોત્થણે અંબાસ્સ પરિવાયગલ્સ (સમણોવાસગલ્સ) અરૂં ધમ્માયરિયસ્ય ધમોવએસગલ્સ.' પપાતિક સૂત્રમાં ત્રણ વખત નમોત્થણે કહેવાનું કથન છે. પ્રસ્તુત રાજપ્રશ્નીય સૂત્રમાં તથા જ્ઞાતા સૂત્રમાં બે વખત નમોત્થણ કહેવાનો પ્રસંગ છે. બે વખત સૂર્યાભે સિદ્ધ અને અરિહંત ભગવાન મહાવીર સ્વામીને. ચિત્તસારથી, પ્રદેશ રાજા તથા ધર્મરૂચિ અણગારે સિદ્ધ અને ગુરુને નમોત્થણના પાઠથી પરોક્ષ વંદન કર્યા. ત્રણ વખત નમોત્થણ કહેનારા અંબડના શિષ્યોએ સિદ્ધને, ભગવાન મહાવીરને અને ગુરુ અબડને પરોક્ષ વંદન ક્ય છે. (૧૩) કથારૂપ અધ્યયનોના સ્વાધ્યાય કરતાં ધ્યાન રાખવું જરૂરી છે કે તેમાંથી ગ્રહણ કરવા યોગ્ય, છોડવા યોગ્ય, જાણવા યોગ્ય, મધ્યસ્થ ભાવ રાખવા યોગ્ય એમ જુદા જુદા ઘણા વિષયો હોય છે. તે માટે સતત વિવેકબુદ્ધિથી નિર્ણય કરવો જોઇએ. રાજાઓની દિવ્ય ઋદ્ધિનું વર્ણન પણ હોય છે, રાણીઓ(સ્ત્રીઓ)ની ભોગ સામગ્રીનું વર્ણન પણ હોય છે. ધર્માચરણ, શ્રાવકાચાર તથા શ્રમણાચારનું વર્ણન પણ હોય છે, તેમજ કુસિદ્ધાંત, કુતકનું તેમજ મહા અધર્મી આત્માઓની ક્રૂર પ્રવત્તિનું વર્ણન પણ હોય છે, અને જીતાચાર, લોકાચારનું વર્ણન પણ હોય છે. આવા વર્ણનોથી ચિંતનપૂર્વક આચરણીય તત્વોનો નિર્ણય લેવો જોઈએ. કથામાં વર્ણિત વ્યક્તિઓમાંથી કોઈની પણ ઉપર રાગ-દ્વેષ, નિંદા અને કર્મબંધના વિચારો આવવા જોઇએ નહીં. તટસ્થ પણે રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે ઘટના પ્રસંગો ભૂતકાળમાં થઈ ગયા છે. હવે તેના વિષયમાં સંકલ્પ, વિકલ્પ કરવા નિરર્થક છે; અને તેમ કરતાં નાહક કર્મબંધના ભાગીદાર થવાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ 76 આગમસાર–પૂર્વાર્ધ (૧૪) જીતાચાર અથવા લોક વ્યવહાર અને ધાર્મિક આચારનું સ્થાન જુદું જુદું હોય છે. ગૃહસ્થ શ્રમણોપાસકના જીવનમાં યાદૈવિક જીવનમાં કેટલાક વ્યવહારો મર્યાદિત સીમા સુધીના હોય છે. પણ તેમના ધાર્મિક આચાર તે વ્યવહારથી જુદા વ્રત-પ્રત્યાખ્યાન, દયા, દાન, શીલ સંતોષ, સંવર અને નિર્જરા વગેરે ધર્મરૂપ હોય છે. કોઈપણ ધર્માચરણમાં જીતાચાર યા લોક વ્યવહારને પ્રવિષ્ટ કરાવી તેની પરંપરા બનાવી દેવી અનુચિત્ત છે. તેવી જ રીતે જીતાચારને જ ધર્માચાર બનાવી દેવો તે પણ અયોગ્ય છે. તથા જીતાચાર કે લોક વ્યવહારની વિવેકબુદ્ધિ રહિત, એકાંત ઉપેક્ષા કરવી પણ યોગ્ય નથી. તેમાં વિવેક બુદ્ધિ રાખવાની હોય છે. સામાજિક જીવનમાંથી. સ્વતંત્ર થઈ, નિવૃત્ત સાધનામય જીવનકાળમાં ગૃહસ્થના જીતાચાર આદિનો પૂર્ણ ત્યાગ કરી દેવો અનઉપયુક્ત નથી અર્થાત્ ઉપયુક્ત જ કહેવાય છે. આ કારણે જ અનિવૃત ગૃહસ્થ જીવનમાં મુખ્ય ૬ આગાર હોય છે. અને નિવૃત્ત સાધનાકાળમાં શ્રાવકને તે ૬ આગારનો પણ ત્યાગ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે અનિવૃત્ત શ્રાવકના જીવનમાં જીતાચારની એકાંત ઉપેક્ષા નથી કરી શકાતી. જ્ઞાતાસૂત્રના આદર્શ શ્રમણોપાસક અહંન્નકને શ્રધ્ધામાંથી પિશાચ રૂપ દેવ પણ વિચલિત કરી ન શક્યા. તેમણે પણ યાત્રાના પ્રારંભમાં નાવની પૂજા-અર્ચા તથા મંગલ મનાવવાની પ્રવૃત્તિ કરી હતી. સમ્યગુદષ્ટિ ચરમ શરીરી દેવેન્દ્રો પણ તીર્થકરોના દાહ સંસ્કાર; ભસ્મ, અસ્થિ આદિ સંબંધી કેટલીય પ્રવૃત્તિ કરે છે. ઉત્કૃષ્ટ આરાધનાથી દેવ થયેલા સૂર્યાબ સમ્યગ્દષ્ટિ હોવા છતાં વિમાનના નાના-મોટા અનેક સ્થાનની પૂજા કરી હતી. જે પ્રસ્તુત પણે વર્ણવવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીતાચારને જીતાચાર જ માનવો. તેને ધર્માચરણ ન માનતાં આવશ્યક્તા અનુસાર સ્વીકાર કરવું, જીતાચાર પોત-પોતાની સીમા સુધી જ મર્યાદિત હોય છે. (૧૫) શ્રમણોએ કોઈપણ પ્રકારના નાટક, વાંજીત્ર આદિ દર્શનીય દશ્યોને જોવાનો સંકલ્પ પણ ન કરવો. આ પ્રમાણેનો નિષેધ આચારાંગ સૂત્રમાં છે તથા તેનું પ્રાયશ્ચિત નિશીથ સૂત્રમાં વર્ણવ્યું છે. સાધુએ વિવેકથી આચારનું પાલન કરવું જોઇએ. તેમ છતાં કોઈ વ્યક્તિ આગ્રહ ભાવે સાધુની આજ્ઞા સ્વીકારવાનો વિકલ્પ ન રાખે તો તેવા આગ્રહી ભાવવાળા સાથે તિરસ્કાર વૃત્તિ કે દંડનીતિ ન અપનાવતાં ઉપેક્ષા ભાવ રાખી તટસ્થ રહેવું હિતાવહ છે. જેમ કે સૂર્યાભે ગૌતમ આદિ અણગારની સમક્ષ પોતાની ત્રદ્ધિ બતાવવાનું વિચાર્યું, પ્રભુએ સ્વીકૃતિ ન દેતાં મૌન ધાર્યું, નિષેધ કે તિરસ્કાર ન ર્યો તેમજ અસ વ્યવહાર પણ ન . સ્વીકૃતિ વિના જ સૂર્યાભે પોતાના નિર્ણય અનુસાર નાટક દેખાવ્યા જ. આવા પ્રસંગો ઉપસ્થિત થતાં યોગ્ય લાગે તો ઉપદેશ આપવો, શ્રાવક–સાધુના આચારો જણાવી સૂચન કરવું; છતાં ય નિરર્થક લાગે તો ઉપેક્ષા રાખવી; પણ જોહુકમી, તિરસ્કાર, બહિષ્કાર કે દુર્વ્યવહાર વગેરે ન જ કરવા અને તેવા વ્યવહારોની પ્રેરણા કે અનુમોદના પણ ન કરવી.ધર્મ આત્માના પરિણામો ઉપર આધાર રાખે છે. બીજા ઉપર બળજબરી કરી પોતાને ધર્મી દેખાડવા યોગ્ય નથી. ઉપાંગ (નિરયાવલિકા વર્ગ પંચક) સૂત્ર પરિચય – આ આગમ બાર અંગસૂત્રોથી ભિન્ન અંગ બાહ્ય કાલિક સૂત્ર છે. આ સૂત્રનું નામ 'ઉપાંગ સૂત્ર છે, જે તેની પ્રારંભિક ભૂમિકાના મૂળ પાઠથી જ સ્પષ્ટ સિદ્ધ થાય છે. યથા (સમણેણં જાવ સંપતાણ ઉવંગાણે પંચ વાગ્યા પનતા, તંજહા નિરયાવલિયાઓ જાવ વણિહદસાઓ,) છતાં પણ કાળક્રમથી તેનું નામ 'નિરયાવલિકા' પ્રસિદ્ધ થયું છે. તદુપરાંત એક સૂત્રના પાંચ વર્ગને પાંચ સૂત્ર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા છે. હકીકતમાં આ "ઉપાંગસૂત્ર" નામનું આગમ છે. તેના રચયિતા પૂર્વધર બહુશ્રુત છે, તે નિઃસંદેહ છે. કારણકે નંદીસૂત્રની આગમ સૂચિમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉપાંગસૂત્ર' નું એક જ શ્રુતસ્કંધ છે. તેના પાંચ વર્ગ છે. પાંચે વર્ગના કુલ બાવન અધ્યયન છે. પાંચે વર્ગના નામનું સ્પષ્ટીકરણ કરતાં પ્રારંભની ઉત્થાનિકામાં તેના જે નામો કહ્યા છે તે વર્ગના નામને જ સૂત્ર કહેવામાં આવ્યા છે. પરંપરાએ લિપિકાળમાં આ કથનનો પ્રભાવ આ સૂત્રના અંતિમ પ્રશસ્તિ વાક્યમાં અને નંદીસૂત્રમાં પણ પડ્યો છે. તો પણ આ પાંચ ગમ માન્ય અને સર્વમાન્ય તત્વ છે. વર્ગ કોઈ એક સૂત્રના હોય છે. તેથી ઉપાંગસૂત્ર નામનું આ એક જ આગમ છે. નિરયાવલિકા આદિ તેના પાંચ વર્ગ છે, તે ધ્રુવ સત્ય છે. પ્રામાણિક ઉદાહરણ માટે આ સૂત્રના પ્રારંભિક મૂળપાઠને જુઓ. તે અંતગડસૂત્રના પ્રારંભિક પાઠ સમાન જ છે. જે રીતે અંતગડદશામાં પૃચ્છા કરી આઠ વર્ગ કહ્યા છે તે જ રીતે આ સૂત્રના પ્રારંભમાં ઉપાંગસૂત્રની પૃચ્છા કરી તેના પાંચ વર્ગ કહ્યા છે. સાર–નિરયાવલિકા વર્ગ પંચક એક સૂત્ર છે. તેનું વાસ્તવિક નામ "ઉપાંગસૂત્ર છે. અંતગડસૂત્રના આઠ વર્ગ અને નેવુ અધ્યયનની સમાન જ નિરયાવલિકા આદિ તેના પાંચ વર્ગ તથા બાવન અધ્યયન છે. આ સૂત્ર કથા અને ઘટના પ્રધાન છે. કથાઓના માધ્યમે આલોક–પરલોક, નરક–સ્વર્ગ, કર્મ સિદ્ધાંત, સાંસારિક મનોદશા અને દુર્ગતિ, વૈરાગ્ય અને મુક્તિ, રાજનીતિ અને તત્કાલીન ઐતિહાસિક તત્વોને સમજાવવામાં આવ્યા છે. પ્રથમ વર્ગ – નિરયાવલિકા કોણિક:આ વર્ગમાં દસ અધ્યયન છે; જેમાં દસ જીવોનું નરકમાં જવાનું વર્ણન છે. તેથી આ વર્ગનું નામનિરયાવલિકા છે. કથા વર્ણન - પ્રાચીન કાળમાં રાજગૃહી નામની નગરી હતી. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. શ્રેણિક રાજાને ચેલણા, નંદા આદિ તેર તથા કાલિ આદિ દસ એમ અનેક રાણીઓ હતી. ચેલણા રાણીને કોણિક, વેહલ્લ આદિ પુત્ર હતા. નન્દાને અભયકુમાર નામનો પુત્ર હતો, તેમજ કાલી આદિ દસ રાણીઓને કાલકુમાર આદિ દસ પુત્ર હતા. Page #77 -------------------------------------------------------------------------- ________________ jainology | 77 આગમસાર કોણિકનો જન્મઃ– એકદા રાણી ચેલણાએ સિંહનું સ્વપ્ન જોયું. જાગૃત થઈ તેણીએ રાજાને સ્વપ્નનું નિવેદન ર્ક્યુ. રાજાએ સ્વપ્ન પાઠકોને પૂછીને જાણ્યું કે કોઈ તેજસ્વી જીવ ગર્ભમાં આવ્યો છે. ગર્ભકાળના ત્રણ મહિના વીત્યા બાદ ચેલણાને ગર્ભના પ્રભાવે શ્રેણિક રાજાના કલેજાનું માંસ ખાવાનો દોહદ(સંકલ્પ) થયો. અભયકુમારનાં બુદ્ધિના બળે દોહદ પૂર્ણ કરવામાં આવ્યો. આ દુષ્કૃત્યથી ચિંતિત થઈ રાણીએ ગર્ભ નષ્ટ કરવાના અનેક પ્રયત્નો ાં કિન્તુ બધાજ નિષ્ફળ ગયા. ગર્ભકાળના નવ મહિના પૂર્ણ થતાં જ પુત્રનો જન્મ થયો. રાણીએ દાસી દ્વારા તેને ઉકરડા ઉપર નખાવી દીધો. ત્યાં કુકડાએ બાળકની આંગળીને કરડી ખાધી. તેથી આંગળીમાંથી લોહી અને પરુ વહેવા લાગ્યા. શ્રેણિકને આ ઘટનાની જાણકારી મળતાં તત્કાળ તે બાળક પાસે ગયા. રાજા સ્વયં બાળકને લઈ આવ્યા અને રાણીને આક્રોશભર્યા શબ્દોથી ઉપાલંભ દેતાં બાળકની સાર—સંભાળ લેવાનો આદેશ ર્યો. બારમે દિવસે તે રાજકુમારનું નામ કુણિક (કોણિક) રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં કુણિકકુમારના પદ્માવતી આદિ આઠ રાજકન્યાઓની સાથે લગ્ન થયા.ચેલણારાણીને વિહલ્લકુમાર નામનો પુત્ર પણ હતો. એકદા શ્રેણિકરાજાએ પ્રસન્ન થઈ સેચનક હાથી અને અઢાર સરો હાર વિહલ્લકુમારને ભેટ આપ્યા. શ્રેણિકના અશુભ કર્મોદય :– કાલી આદિ રાણીઓ દ્વારા કાલકુમાર આદિ દસ પુત્રો ઉત્પન્ન થયા. એક વખત કુણિકે કાલકુમાર આદિ દસ ભાઈઓ સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે 'શ્રેણિકને બાંધી જેલમાં પૂરી દો અને રાજ્યના અગિયાર ભાગ કરી આપણે બધા રાજ્યશ્રીનો ઉપભોગ કરીએ.' કાલકુમાર આદિએ તેનો સ્વીકાર ર્યો. તક જોઈને શ્રેણિકને કારાગૃહમાં બંધનગ્રસ્ત ર્યા અને કોણિક સ્વયં રાજા બની ગયો. ત્યાર પછી કોણિક ચેલણામાતાના ચરણ સ્પર્શ કરવા ગયો. માતાને અપ્રસન્ન જોઈ તેનું કારણ પૂછતાં કોણિકના જન્મની વિસ્તૃત ઘટના બતાવતાં માતાએ કહ્યું કે 'પિતાને તારી ઉપર અપાર સ્નેહ હતો. તેઓએ તને ઉકરડા ઉપરથી ઉઠાવી તારી પાકેલી આંગળીનું લોહી–પરુ ચૂસી તારી વેદના શાંત કરી હતી. હે પુત્ર! આવા પરમ ઉપકારી પિતાને બંધનગ્રસ્ત કરવાનું તારા માટે યોગ્ય નથી." માતા દ્વારા પોતાનો પૂર્વ વૃતાંત સાંભળી કોણિકને પોતાની ભૂલનો ખેદ થયો. પિતાને બંધનમુક્ત કરવા સ્વયં કુહાડી લઈને દોડયો. કુહાડી લઈને આવતો જોઈ શ્રેણિકે વિચાર્યું કે કોણિક મને મારવા માટે જ આવી રહ્યો છે. પુત્રના હાથે મરવા કરતાં જાતે જ મરી જવું જોઇએ એવું વિચારી વીટીંમાં રહેલું તાલપુટ(સાઈનાઈડ) ઝેર મુખમાં નાંખી પ્રાણ ત્યાગ ર્યો. આ ઘટના બાદ કુણિક ખૂબ શોકાકુલ થયો અને અંતે મનને શાંત કરવા રાજગૃહી નગરી છોડી ચંપાનગરીમાં પરિવાર સહિત રહેવા ગયો. તેણે રાજ્યના અગિયાર ભાગ ર્યા. કાલકુમાર આદિ દસ ભાઈ અને કુણિક રાજા રાજ્યશ્રીને ભોગવવા લાગ્યા. હાર હાથી માટે નરસંહાર :- કોણિકના સગા ભાઈ વિહલ્લકુમાર પોતાની રાણીઓના પરિવાર સહિત હાર અને હાથી દ્વારા અનેક પ્રકારે સુખોપભોગ કરતાં આનંદનો અનુભવ કરતાં ચંપાનગરીમાં રહેતા હતા. એક વખત મહારાણી પદ્માવતીએ પોતાના પતિ કુણિકને કહ્યું કે હાર અને હાથી તો તમારી પાસે હોવા જોઇએ. રાણીના અતિઆગ્રહથી કુણિકે ભાઈ પાસે હાર અને હાથી માંગ્યા. વિહલ્લકુમારે તેનાં બદલામાં અર્ધ રાજય માંગ્યું. કોણિકે તેનો અસ્વીકાર ર્યો અને હાર હાથી આપવા માટે વારંવાર આગ્રહ ચાલુ રાખ્યો. આવી પરિસ્થિતિ સર્જાતા વિહલ્લકુમારે પોતાના નાના(માતાનાપિતા) ચેડા રાજાની પાસે વૈશાલી નગરીએ જવાનું વિચાર્યું અને તક શોધી નીકળી પડ્યા. નાનાની પાસે પહોંચી તમામ પરિસ્થિતિથી વાકેફ ર્યા. મહારાજા ચેડા અઢાર ગણરાજાઓના પ્રમુખ હતા. બધા રાજાઓને બોલાવી મંત્રણા કરી નિર્ણય લીધો કે શરણાગતની રક્ષા કરવી. કોણિકે હાર–હાથીનો આગ્રહ ન છોડયો, પરિણામે બન્ને પક્ષમાં યુદ્ધની તૈયારી થવા લાગી. મહારાજા ચેડા ભગવાન મહાવીરના પરમ ઉપાસક હતા. તેમણે શ્રાવકના બાર વ્રત અંગીકાર ર્યા હતા. તેમનું બાણ અમોઘ હતું, ક્યારેય નિષ્ફળ ન જતું. કાલકુમાર આદિ દસે ભાઈ કોણિકની સાથે યુદ્ધમાં આવ્યા. યુદ્ધનો પ્રારંભ થયો. દસ દિવસમાં દસે ભાઈ સેનાપતિ બન્યા અને ચેડા રાજાના અમોઘ બાણથી માર્યા ગયા. તે ઉપરાંત યુદ્ધમાં અન્ય લાખો મનુષ્ય મૃત્યુ પામ્યા. માતાઓની મુક્તિ - તે જ સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતાં વિચરતાં ચંપા નગરીમાં પધાર્યા. કાલકુમાર આદિ દસે કુમારની માતાઓ ભગવાનના દર્શનાર્થે ગઈ. ઉપદેશ સાંભળ્યા પછી એક પછી એક દસેય રાણીઓએ પ્રશ્ન ર્યો કે – 'મારો પુત્ર યુદ્ધ કરવા ગયો છે, હે ભગવન્! હું તેને જીવિત જોઈ શકીશ કે નહિ? - પુત્ર પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે 'તમારો ચેડા રાજા દ્વારા માર્યો ગયો છે માટે તમે તેમને જીવતાં જોઈ નહિ શકો.' ત્યાર પછી વૈરાગ્ય ભાવથી ભાવિત થઈ દસે રાણીઓએ દીક્ષા અંગીકાર કરી અને તે જ ભવમાં સંપૂર્ણ કર્મક્ષય કરી શિવપદને પ્રાપ્ત ર્યું. કાલકુમારાદિનું ભવિષ્યઃ– ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછ્યો – હે ભગવંત! કાલકુમાર મૃત્યુ પામી ક્યાં ઉત્પન્ન થયા? ઉત્તરમાં ભગવાને જણાવ્યું કે કાલકુમાર યુદ્ધમાં મૃત્યુ પામી ચોથી નરકમાં ઉત્પન્ન થયા છે. ત્યાં દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં સંયમ સ્વીકારી સંપૂર્ણ કર્મક્ષય કરી મુક્તિ પામશે. આ પ્રકારે દસે ભાઈઓ યુદ્ધમાં કાળ કરી ચોથી નરકમાં ગયા અને પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી, સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ થશે. સાર ઃ (૧) માણસ ધારે છે કંઈ અને થાય છે કંઈક, માટે જ અનૈતિક અને અનાવશ્યક ચિંતન ક્યારેય પણ કરવું ન જોઇએ. (૨) માતાના ચરણ સ્પર્શ કરવા જવાના નિમિત્તે કોણિકની ચિંતન દશામાં પરિવર્તન આવી ગયું. (૩) અભયકુમારે પોતાની બુદ્ધિ કૌશલ્યથી અસંભવ કાર્યને સંભવ કરી બતાવ્યું. (૪) અતિ લોભનું પરિણામ શૂન્યમાં આવે । – ન હાર મિલા ન હાથી ઔર ભાઈ મરે દસ સાથી. (૫) સ્ત્રીઓનો તુચ્છ હઠાગ્રહ માણસને મહાન ખાડામાં નાખી દે છે તેથી મનુષ્યે તેવા સમયમાં ગંભીરતાપૂર્વક હાનિ—લાભ તથા ભવિષ્યનો વિચાર કરી સ્વતંત્ર નિર્ણય લેવો જોઇએ. (૬) યુદ્ધમાં આત્મપરિણામોની ક્રૂરતા થાય છે તેથી તે અવસ્થામાં મરવાવાળા પ્રાયઃ નરકગતિમાં જાય છે. (૭) ચેલણારાણીએ મન વિના પણ પતિની આજ્ઞાથી કોણિકનું લાલનપાલન ર્યું. (૮) 'પૂજ્ય પિતાસે લડતા લોભી ભાઈ કી હત્યા કરતા. લોભ પાપકા બાપ ન કરતા પરવાહ અત્યાચાર કી." કવિતાની આ કડીઓનું ઉક્ત ઘટનામાં સાકાર રૂપ જોઈ શકાય છે. તેથી સૂજ્ઞજનોએ લોભ સંજ્ઞાનો નિગ્રહ કરવો જોઇએ. Page #78 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 78 આ ઉપાંગસૂત્રનો નિરયાવલિકા નામનો પ્રથમ વર્ગ સમાપ્ત થયો. વર્ગ બીજો – કલ્પાવતંસિકા આ વર્ગના દસ અધ્યયન છે જેમાં દસ જીવોના દેવલોકમાં જવાનું વર્ણન છે માટે આ વર્ગનું નામ કલ્પાવતંસિકા રાખવામાં આવ્યું છે પ્રથમ અધ્યયન પદ્મકુમાર પ્રાચીનકાળે ચંપાનગરીમાં કોણિક રાજા રાજ્ય કરતો હતો. ત્યાં શ્રેણિકરાજાની પત્ની અને કોણિકની અપરમાતા કાલી નામની રાણી હતી. તેને કાલકુમાર નામનો પુત્ર હતો. જેણે પદ્માવતી સાથે લગ્ન ર્યા હતા. એક વખત પદ્માવતીને રાત્રે સિંહનું સ્વપ્ન આવ્યું. કાલાંતરે પુત્રરત્નનો જન્મ થયો જેનું નામ 'પદ્મકુમાર' રાખવામાં આવ્યું. તરૂણાવસ્થામાં આઠ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. માનુષિક સુખોનો ઉપભોગ કરતો થકો તે સમય વ્યતીત કરવા લાગ્યો. એક વખત તે ચંપાનગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. પદ્મકુમાર પણ વંદન કરવા માટે ગયા. ધર્મદેશના સાંભળી, વૈરાગ્યમય વાણીથી માનવજીવનની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો. ક્ષણિક ભોગ સુખોનું દારૂણ પરિણામ અને મનુષ્ય ભવનું મહત્વ સમજાયું. ઉપદેશ સાંભળ્યા પછી ભગવાન સમક્ષ પ્રવ્રજયા અંગીકાર કરવાની ભાવના પ્રગટ કરી. પરિવારિક જનોની આજ્ઞા લઈ દીક્ષિત થયા. દીક્ષા લીધા બાદ પદ્મમુનિએ અગિયાર અંગસૂત્રોનું જ્ઞાન કંઠસ્થ ર્યું. તેમજ અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા શરીરને અને કર્મને કૃશ – (પાતળા) ર્યા. પાંચ વર્ષ સુધી સંયમ પાળી, એક માસનો સંથારો કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી મુક્ત થશે. = આ પ્રમાણે જ મહાપદ્મકુમાર આદિ શેષ નવનું વર્ણન સમજવું. પૂર્વ અધ્યયનમાં વર્ણિત કાલકુમાર આદિ દસે ભાઈઓના આ દશ પુત્ર હતા. શ્રેણિક રાજાના પૌત્ર અને કુણિકના ભત્રીજા હતા. આ દશે આત્માઓએ ક્રમશઃ (૧) પાંચ (૨) પાંચ (૩) ચાર (૪) ચાર (૫) ચાર (૬) ત્રણ (૭) ત્રણ (૮) ત્રણ (૯) બે (૧૦) બે વર્ષ સંયમ પાળી, એક મહિનાનો સંથારો (અનશન) ર્યો. નવમું અને અગિયારમું દેવલોક વર્જી દશે આત્માઓ ક્રમશઃ પહેલા દેવલોકથી માંડી બારમા દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થયા. આ દશેના પિતા નરકમાં ગયા. તેમના દાદીઓ ભગવાનની પાસે સંયમ અંગીકાર કરી તે જ ભવમાં મોક્ષે ગયા. સાર ઃ– એક જ પરિવારના દરેક જીવોની પોતપોતાના કર્મો અનુસાર ગતિ થાય છે. પિતા નરકમાં, માતા મોક્ષમાં, પુત્રો નરકમાં, પૌત્રો સ્વર્ગમાં, (શ્રેણિક, કાલિ આદિ રાણીઓ, કાલકુમારાદિ અને પદ્માદિ) ખરેખર તો પુણ્યશાળી તે જ છે કે જે મળેલી પુણ્ય સામગ્રીમાં અંતિમ સમય સુધી ફસાયેલા (આસક્ત) રહેતા નથી પરંતુ સ્વેચ્છાએ તેનો ત્યાગ કરી મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણોને આત્મસાધનામાં પસાર કરે છે. મોક્ષપ્રદાયી આ માનવભવમાં એક દિવસ ધન–સંપત્તિ, સ્ત્રી–પુત્ર પરિવાર અને ઇન્દ્રિયના સુખોનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે, ગુસ્સો, ઘમંડ, લોભ આદિ કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે અને જીવનમાં પૂર્ણ સરલ, નમ્ર અને શાંત બની સંયમ–તપની આરાધનામાં મગ્ન બની જાય છે. તેને જ સાચો બુદ્ધિશાળી સમજવો જોઇએ. જીવનની અંતિમ ક્ષણો સુધી જે ધન–પરિવાર આદિમાં ફસાયેલો રહે છે, કષાયોથી મુક્ત થઈ સરલ–શાંત નથી બનતો; તેને આગમની ભાષામાં બાલ(અજ્ઞાની) જીવ કહેવામાં આવે છે. સામાન્ય ભાષામાં તેને મૂર્ખ કહેવાય છે. કારણ કે મનુષ્યભવ સંપત્તિને ગુમાવી નરક, તિર્યંચ ગતિના દુ:ખોનો મહેમાન બની જાય છે. માટે જ, પ્રત્યેક માનવે અમૂલ્ય એવા મનુષ્ય ભવને પામીને નિષ્પ્રયોજન પ્રવૃત્તિને ટાળી સંયમ, વ્રત, ત્યાગ અને ધર્મમાં અવશ્ય પ્રયત્નશીલ થવું જોઇએ. વર્ગ ત્રીજો – પુષ્પિકા પ્રથમ બે વર્ગમાં કેવળ શ્રેણિક રાજાના પરિવારના જીવોનું વર્ણન છે, જ્યારે આ ત્રીજા વર્ગમાં દશ અધ્યયનોમાં જુદા જુદા દશ જીવોનું વર્ણન છે માટે તેનું નામ પુષ્પિકા રાખવામાં આવ્યું છે. પ્રથમ અધ્યયન – ચંદ્ર દેવનો પૂર્વભવ શ્રાવસ્તી નગરીમાં અંગજીત નામનો ધનસંપન્ન વણિક રહેતો હતો. અનેક લોકોનો તે આલંબનભૂત, આધારભૂત અને ચક્ષુભૂત હતો. અર્થાત્ અનેકોનો માર્ગદર્શક હતો. એકદા પાર્શ્વનાથ ભગવાન ત્યાં પધાર્યા. અંગજીત શેઠ ભગવાનના દર્શન કરવા ગયા. દેશના સાંભળી સંસારથી વિરક્ત થયા. પુત્રને કુટુંબનો ભાર સોંપી ભગવાન પાસે દીક્ષિત થયા. અગિયાર અંગ કંઠસ્થ ર્યા. વિવિધ તપશ્ચર્યાઓ કરી, પંદર દિવસનો સંથારો સહ કાળ કરી ચંદ્ર વિમાનમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયા. સંયમની આરાધનામાં થોડી ઉણપ રહેવાથી વિરાધક થયા. . ચંદ્ર દેવનું મનુષ્ય લોકમાં આગમન :–દૈવિક સુખોને ભોગવતા થકા ચંદ્રદેવે અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂક્યો. જંબુદ્વીપના આ ભરતક્ષેત્રમાં વિચરતા ભગવાન મહાવીર સ્વામીને જોયા. સપરિવાર ભગવાનના દર્શન કરવા આવ્યા. જતી વખતે બત્રીસ પ્રકારની નાટયવિધિ અને પોતાની ઋદ્ધિનું પ્રદર્શન ર્યું. તેના ગયા બાદ ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેના પૂર્વભવનું કથન ર્યું. વર્તમાનમાં આપણે ચંદ્રવિમાન જોઇએ છીએ તેમાં આ અંગજીતનો જીવ ઇન્દ્રરૂપે છે. ત્યાં તેની ચાર અગ્રમહિષી–દેવી છે. સોળ હજાર આત્મરક્ષક દેવ આદિ વિશાળ પરિવાર છે. વૈજ્ઞાનિક ભ્રમ :– આજના વૈજ્ઞાનિકો આ ચંદ્રવિમાનમાં ન પહોંચતાં પોતાની કલ્પના અનુસાર અન્યાન્ય પર્વતીય સ્થાનોમાંજ પરિભ્રમણ કરે છે. કારણ કે જયોતિષ–રાજ ચંદ્રનું વિમાન રત્નોથી નિર્મિત છે અને અનેક દેવોથી સુરક્ષિત છે. જ્યારે વૈજ્ઞાનિકો પોતાના કલ્પિત સ્થાનમાં માટી કે પત્થર સિવાય કંઈજ મેળવી શક્યા નથી. અંગજીતમુનિએ સંયમની વિરાધના કેવી રીતે કરી તેનો સ્પષ્ટ ઉલ્લેખ સૂત્રમાં નથી પરંતુ વિરાધના કરવાનો સંકેતમાત્ર છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ 79. jainology આગમસાર દ્વિતીય અધ્યયન- સૂર્યદેવનો પૂર્વભવઃ- શ્રાવસ્તી નગરીમાં સુપ્રતિષ્ઠિત નામનો વણિક રહેતો હતો. તેનું સંપૂર્ણ વર્ણન અંગજીત સમાન જાણવું. અર્થાત્ સાંસારિક ઋદ્ધિ, સંયમગ્રહણ, જ્ઞાન, તપ, સંલેખના, સંયમની વિરાધના આદિ પ્રથમ અધ્યયન સમાન જ છે. પાર્શ્વનાથ ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી અને જયોતિષેન્દ્ર સૂર્યદેવ થયા. ચંદ્રદેવની સમાન તેઓ પણ ભગવાન મહાવીર સ્વામીની સેવામાં દર્શન કરવાં ઉપસ્થિત થયા તેમજ પોતાની ઋદ્ધિ અને નાટયકળાનું પ્રદર્શન કર્યું. આ ચંદ્ર અને સૂર્ય બને જયોતિષેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને ત્યાં યથાસમય તપ-સંયમનું પાલન કરી સંપૂર્ણ કર્મક્ષય કરી શિવગતિને પ્રાપ્ત કરશે. વૈજ્ઞાનિકો સૂર્યના રત્ન વિમાનને અગ્નિનો ગોળો સમજે છે પણ આ માત્ર તેમની કલ્પનાનો ભ્રમ છે. જૈન સિદ્ધાંતમાં તેને રત્નોનાં વિમાન કહ્યા છે. જે જયોતિષેન્દ્ર ચંદ્ર-સૂર્યદેવના સંપૂર્ણ પરિવારનું નિવાસ સ્થાન અને જન્મસ્થાન છે. તેમાં હજારો દેવ-દેવીઓ ઉત્પન્ન થાય છે, નિવાસ કરે છે. આ જંબૂદ્વીપમાં ભ્રમણ કરનારા સૂર્યના વિમાન છે. બે સૂર્ય અને બે ચંદ્રના વિમાન જંબૂદ્વીપમાં ભ્રમણ કરે છે. સંપૂર્ણ મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્યવિમાન ભ્રમણ કરે છે. અઢી દ્વીપથી બહાર અસંખ્ય ચંદ્ર-સુર્ય પોતપોતાના સ્થાન પર સ્થિર છે. તૃતીય અધ્યયન – શુક્ર મહાગ્રહ શુક્ર મહાગ્રહનો પૂર્વભવઃ- વારાણસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ચાર વેદ તથા અનેક શાસ્ત્રોમાં નિષ્ણાત હતો. એક વખત તે નગરીમાં પાર્શ્વનાથ ભગવાન પધાર્યા. સોમિલ બ્રાહ્મણને ખબર પડતાં અનેક પ્રશ્નોનું સમાધાન કરવા પ્રભુ સમીપે ગયો. પ્રભુએ શંકાનું સમાધાન ક્યું. સંતોષ મેળવી જૈન ધર્મ અને શ્રાવક ધર્મ સ્વીકાર ક્ય. કાળક્રમે સંત સમાગમની ઉણપને કારણે સોમિલ ધર્મ પ્રત્યે શિથિલ થઈ ગયો અને તેને અનેક પ્રકારના ઉદ્યાન બનાવવાની ઇચ્છા થઈ. અનેક પ્રકારના આમ્ર આદિના ફળો તથા ફૂલોના બગીચા બનાવ્યા. કાળાંતરે તેણે દિશા પ્રેક્ષિક તાપસની પ્રવ્રજયા અંગીકાર કરી. તેમાં તે છઠ્ઠના પારણે છઠ્ઠ કરતો. પારણાના દિને સ્નાન, હવન આદિ ક્રિયાઓ કરી પછી આહાર કરતો. પ્રથમ પારણામાં તે પૂર્વદિશામાં જતો અને તે દિશાના સ્વામીદેવની પૂજા કરી, તેની આજ્ઞા લઈ કંદ આદિ ગ્રહણ કરતો. બીજા પારણામાં દક્ષિણ દિશામાં, ત્રીજા પારણામાં પશ્ચિમ દિશામાં અને ચોથા પારણામાં ઉત્તર દિશામાં જતો. આ પ્રમાણે તાપસી દીક્ષાનું આચરણ કરતો હતો. તાપસી દીક્ષાનું પાલન કરતાં તેને સંલેખના કરવાનો વિચાર ઉદ્ભવ્યો. તેણે પ્રતિજ્ઞા કરી કે ઉત્તર દિશામાં ચાલતાં ચાલતાં જ્યાંપણ હું પડી જાઉં ત્યાંથી ઉઠીશ નહિ. પહેલે દિવસે ઉત્તર દિશામાં ચાલ્યો. દિવસ ભર ચાલતાં સાંજે કોઈપણ યોગ્ય સ્થાનમાં વૃક્ષનીચે પોતાના વિધિ વિધાન કરી, કાષ્ઠમુદ્રાથી મુખને બાંધી, મૌન ધારણ કરી, ધ્યાનમાં સ્થિર થઈ ગયો. રાત્રે ત્યાં આકાશમાં એક દેવ પ્રગટ થયો અને આકાશવાણી કરી કે, હે સોમિલ! આ તારી પ્રવ્રજયા દુષ્પવ્રજયા છે અર્થાત્ તારું આ આચરણ ખોટું છે. સોમિલે તેના કહેવા પ્રત્યે ધ્યાન ન દોર્યું. દેવ ચાલ્યો ગયો. બીજે દિવસે ફરીને કાષ્ઠમુદ્રા બાંધી ઉત્તર દિશામાં ચાલવા લાગ્યો. સાંજે યોગ્ય સ્થાને બેઠો. રાત્રે ફરીને દેવ આવ્યો, પહેલાંની જેમ જ કહ્યું છતાં સોમિલે ધ્યાન ન આપ્યું. એ પ્રમાણે ત્રીજો તથા ચોથો દિવસ પણ વીતી ગયો. પાંચમે દિવસે પુનઃ દેવ આવ્યો, વારંવાર કહેતાં સોમિલે પ્રશ્ન પૂછયો – હે દેવાનુપ્રિયા કેમ મારી દીક્ષા ખોટી છે? પ્રત્યુત્તરમાં દેવે કહ્યું કે, - 'તમે પાર્શ્વનાથ ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર ક્ય હતા. તે છોડી તાપસી દીક્ષા અંગીકાર કરી છે તે યોગ્ય નથી ક્યું.' પુનઃ સોમિલે પૂછયું કે 'મારું આચરણ સુંદર કેવી રીતે બને?' દેવે ફરીને બારવ્રત સ્વીકારવાની પ્રેરણા કરી. ત્યારબાદ સોમિલે સ્વયં બાર વ્રત અંગીકાર કર્યા. ઉપવાસથી લઈને માસખમણ સુધીની તપશ્ચર્યા કરી. અનેક વર્ષો સુધી શ્રાવકવ્રતનું પાલન કરી, પંદર દિવસનું અનશન કરી, મૃત્યુ પામી શુક્રાવતુંસક વિમાનમાં શુક્ર મહાગ્રહના રૂપમાં દેવપણે ઉત્પન્ન થયા. એકદા આ શક્ર મહાગ્રહ દેવ પણ ભગવાન મહાવીરની સેવામાં ઉપસ્થિત થયો. વંદન કરી પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરી ચાલ્યો ગયો. વ્રતભંગ અને તાપસી દીક્ષા સ્વીકાર કરવાની આલોચના-પ્રતિક્રમણ ન કરવાથી તે વિરાધક થયો. દેવ ભવનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ આત્મ કલ્યાણ કરશે, મુક્ત થશે. ચતુર્થ અધ્યયન – બહુપત્રિકા દેવી બહુપુત્રિકા દેવી – વારાણસી નગરીમાં ભદ્ર નામનો સાર્થવાહ રહેતો હતો. તેની પત્નીનું નામ સુભદ્રા હતું, તે વધ્યા હતી. પુત્ર ન થવાથી અત્યંત દુઃખી થતી હતી. એક વખત સુવ્રતા આર્યાની શિષ્યાઓ તેના ઘરે ગોચરી અર્થે પહોંચી સુભદ્રાએ આહાર-પાણી વહોરાવી સાધ્વીજી પાસે સંતાન ઉત્પત્તિ માટે વિદ્યા, મંત્ર ઔષધિની યાચના કરી. સાધ્વીજીઓએ કહ્યું કે આ સંબંધમાં કંઈપણ બતાવવું એ અમારા સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે. ત્યારબાદ સંક્ષેપમાં નિર્ગસ્થ પ્રવચનનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને તે શ્રમણોપાસિકા બની. કેટલોક સમય પસાર થયા બાદ તેણે સંયમ પણ અંગીકાર ક્યું પરંતુ બાળક-બાળિકાઓ ઉપર તેનો સ્નેહ વધવા લાગ્યો. સંયમ મર્યાદાનું ઉલ્લંઘન કરી બાળક–બાળિકાઓની સાથે સ્નેહ, ક્રિીડા, શૃંગાર, સુશ્રુષા આદિ પ્રવૃત્તિઓ કરવા લાગી. ગુણી દ્વારા અને અન્ય આર્યાઓ દ્વારા નિષેધ કરવા છતાં, સમજાવવાં છતાં, તેની ઉપેક્ષા કરી અન્ય સ્થાન(ઉપાશ્રય)માં જઈ રહેવા લાગી. સંયમ તપનું પાલન કરતાં, પંદર દિવસનો સંથારો કરી ઉક્ત દૂષિત પ્રવૃત્તિઓની આલોચના કર્યા વિના વિરાધક થઈ પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થઈ. જ્યારે જ્યારે દેવલોકની ઈન્દ્રસભામાં તે જાય છે ત્યારે ઘણા બાળક –બાળિકાઓની વિગૂર્વણા કરી સભાનું મનોરંજન કરે છે. એટલા માટે ત્યાં તે બહુપુત્રકિા દેવીના નામથી ઓળખાય છે. એક વખત તે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરના સમોસરણમાં આવી પોતાની બન્ને ભુજાઓમાંથી ક્રમશઃ ૧૦૮ બાળક તથા ૧૦૮ બાળિકાઓ કાઢયા. તે સિવાય અન્ય અનેક બાળકોની વિપૂર્વણા કરી. Page #80 -------------------------------------------------------------------------- ________________ 80 આગમચાર-પૂર્વાર્ધ નાટક બતાવી પોતાની શક્તિ તથા ઋદ્ધિનું પ્રદર્શન કરી, પુનઃ વૈક્રિય લબ્ધિને સંકોચી પોતાના સ્થાને ચાલી ગઈ. ગૌતમ સ્વામી દ્વારા પૂછાતાં ભગવાને તેનો પૂર્વભવ કયો અને દષ્ટાંત આપી સમજાવ્યું છે કે જેવી રીતે એક વિશાળ ભવનમાંથી હજારો વ્યક્તિઓ બહાર જાય છે અને ફરીને તેમાં પ્રવેશ કરે છે તે પ્રમાણે આખુંય રૂ૫ સમૂહ તેના શરીરમાં સમાવિષ્ટ થઈ જાય છે. તે દેવી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી બ્રાહ્મણના ઘરે સોમા નામની પુત્રી તરીકે ઉત્પન થશે. યૌવન અવસ્થામાં પ્રવેશતાં ભાણેજ રાષ્ટ્રકૂટ સાથે તેના માતા-પિતા લગ્ન કરાવશે. ત્યાં એક એક વર્ષમાં એક યુગલ પુત્રને જન્મ આપશે. કુલ સોળ વર્ષમાં બત્રીસ બાળકોને જન્મ આપશે. આટલા બાળકોની પરિચર્યા કરતાં તે પરેશાન થઈ જશે. તેમાંથી કેટલાક નાચશે, કૂદશે, રડશે, હસશે, એકબીજાને મારશે, એક બીજાનું ભોજન ખૂંચવી લેશે. તે બાળકો સોમાના શરીર ઉપર જ વમન કરશે તો કોઈ મળમૂત્ર કરશે. આ પ્રમાણે પુત્રોથી દુઃખિત થઈને વિચારશે કે "આ કરતાં વંધ્યા રહેવું શ્રેષ્ઠ છે." ગોચરીએ પધારેલા કોઈ સાધ્વીજી પાસે પોતાનું દુઃખ વર્ણવશે અને ધર્મ શ્રવણ કરી દીક્ષા અંગીકાર કરવા ઇચ્છશે પરંતુ પતિનો અધિક આગ્રહ થવાથી તે શ્રમણોપાસિકા બનશે. કાળાંતરે સંયમ ગ્રહી અગિયાર અંગો ભણી, શુદ્ધ આરાધના કરી, એક માસનો સંથારો કરી, કાળધર્મ પામી પ્રથમ દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, સંયમની આરાધના કરી, સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. શિક્ષા સારઃ- મનુષ્ય અપ્રાપ્ત ભૌતિક ચીજોની યાચના કરી દુઃખી થાય છે. આ ભૌતિક સામગ્રીમાં ક્યાંય સુખ નથી. સંસારમાં કોઈ વિશાળ પરિવારથી દુઃખી છે તો કોઈ પરિવાર ન હોવાથી દુઃખી છે. કોઈ સંપત્તિના અભાવમાં દુઃખી છે તો કોઈ અઢળક સંપત્તિના કારણે શાંતિ મેળવી શકતા નથી. સહજ પ્રાપ્ત થયેલા સંયોગોમાં સંતોષ રાખી, પ્રસન્ન રહેવાથી સુખ–શાંતિ અને આત્માનંદની પ્રાપ્તિ થાય છે. અંતે તો ધર્મ અને ત્યાગ જ સંસારના પ્રપંચથી મુક્ત કરી શકે છે. એવું જાણી પ્રત્યેક સુખેચ્છએ ધર્મ, ત્યાગ અને સંયમ માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઈએ. ઇચ્છાઓ ઉપર કાબૂ મેળવી આત્મકલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવો જોઈએ. એજ આગમ જ્ઞાન અને શ્રદ્ધાનો સાર છે. જે શ્રદ્ધાળુ લોકો સાધુ-સાધ્વીજીઓ પાસેથી પોતાની સાંસારિક ઉલઝનોને દૂર કરવાની અપેક્ષા રાખે છે, તે માટે યંત્ર-મંત્ર, ઔષધ-ભેષજની આશા રાખે છે તેમણે ઉપરોકત અધ્યયનથી શિક્ષા લેવી જોઈએ કે આવી પ્રવૃત્તિઓ સાધ્વાચારથી વિપરીત છે. વિતરાગ ભગવાનના સાધુ-સાધ્વીજી કેવળ આત્મ કલ્યાણના માર્ગનો, સંયમ ધર્મ અને તપ ત્યાગનો જ ઉપદેશ આપી શકે. અન્ય લૌકિક પ્રવૃત્તિમાં તેઓ ભાગ લઈ શકતા નથી. પંચમ અધ્યયન પૂર્ણભદ્રઃ આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મણિપદિકા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનો શેઠ રહેતો હતો. તેમણે બહુશ્રુત સ્થવિર ભગવંતો પાસેથી ધર્મોપદેશ સાંભળી સંયમ અંગીકાર ક્ય. અગિયાર અંગો કંઠસ્થ ક્ય. ઉપવાસથી માંડી માસખમણ સુધીની અનેક તપશ્ચર્યાઓ કરી, કર્મની નિર્જરા કરતા થકા અનેક વર્ષો સુધી સંયમ પાલન કર્યું. એક માસના અનશનની આરાધના કરી સૌધર્મ દેવલોકમાં પૂર્ણભદ્ર નામનો દેવ થયો. કોઈ એક સમયે તે દેવે ભગવાન મહાવીર સમક્ષ બત્રીસ પ્રકારના નાટક દ્વારા પોતાની ઋદ્ધિનું પ્રદર્શન . ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. તદુપરાંત દેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ, સંયમ અંગીકાર કરી, સર્વ કર્મનો ક્ષય કરી મુક્ત થશે. છઠ્ઠા અધ્યયનનું સંપૂર્ણ વર્ણન પૂર્ણભદ્ર સમાન સમજવું. મણિપદિકા નગરી, મણિભદ્ર શેઠ, દીક્ષા–અધ્યયન-તપ-દેવલોકની. સ્થિતિ–મહાવિદેહમાં જન્મ અને અંતે મોક્ષ. બધું જ વર્ણન પાંચમાં અધ્યયન સમાન જાણવું. એજ પ્રમાણે મા-દત્ત, ૮મા–શિવ, મા–બલ અને ૧૦મા–અનાદૃતનું વર્ણન પાંચમા અધ્યયન સમાન જ છે. આ વર્ગમાં ૪ જીવ સંયમના વિરાધક થયા. શેષ છ આરાધક થઈ દેવગતિમાં ગયા. દશમાથી નવ જીવ એકાવતારી છે અર્થાત્ એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જશે. બહુપુત્રિકા દેવી ત્રણભવ કરી મોક્ષે જશે. સાર – સંયમ વ્રતની વિરાધના કરવાવાળા પણ જો શ્રદ્ધામાં સ્થિર હોય તો વિરાધક થવા છતાં સંસાર ભ્રમણ એટલે કે જન્મમરણ વધારતા નથી. પણ નિમ્ન કક્ષાના દેવ અથવા દેવી સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તેથી જ આ ઉપરથી સમજવાનું એ છે કે સંયમમાં પૂર્ણ શુદ્ધ આરાધના ન કરતા સાધકોએ પોતાની શ્રદ્ધા પ્રરૂપણા આગમ અનુસાર શુદ્ધ રાખે. યથાસંભવ બાર પ્રકારના તપમાં અને જ્ઞાન ધ્યાનમાં લીન રહે. કષાય ભાવોથી મુક્ત રહે, કોઇના પ્રત્યે વેર વિરોધભાવ ન રાખે, તેમજ ડંખભાવ ન રાખે તો તે સંયમમાં નબળા હોવા છતાં પણ પોતાના આત્માની અધોગતિથી સુરક્ષા કરી, ભવભ્રમણ ઓછા કરી એક દિવસ જરૂર મુક્ત થશે. ચતુર્થ વર્ગ – પુષ્પચૂલિકા આ વર્ગમાં દસ સ્ત્રીઓનું વર્ણન છે જેમણે પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં "પુષ્પચૂલા" નામની સાધ્વી પ્રમુખની પાસે અધ્યયન કરી, સંયમ–તપનું પાલન ક્યું હતું. એટલે આ વર્ગનું "પુષ્પચૂલા" નામ રાખવામાં આવ્યું છે. તે દસે સ્ત્રીઓ સંયમનું પાલન કરી ક્રમશઃ નીચે પ્રમાણે દેવીઓ બની. (૧) શ્રી દેવી (૨) હી દેવી (૩) ધૃતિ દેવી (૪) કીર્તિદેવી (૫) બુદ્ધિ દેવી (૬) લક્ષ્મી દેવી (૭) ઈલા દેવી (૮) સુરા દેવી (૯) રસ દેવી (૧૦) ગંધ દેવી. શ્રી દેવી – રાજગૃહી નગરીમાં સુદર્શન નામનો ધનાઢ્ય સગૃહસ્થ રહેતો હતો. તેને પ્રિયા' નામની પત્ની હતી અને ભૂતા' નામની સુપુત્રી હતી. ભૂતા વૃદ્ધ અને જીર્ણ શરીરવાળી દેખાતી હતી. તેના દરેક અંગોપાંગ શિથિલ હતા જેથી તેને કોઈ વર મળતો ન હતો. Page #81 -------------------------------------------------------------------------- ________________ jainology | આગમસાર એક વખત પાર્શ્વનાથ ભગવાન તે નગરીમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ તે ભૂતા પોતાના ધાર્મિક રથમાં બેસી ભગવાનના દર્શન–વંદન કરવા ગઈ. ઉપદેશ સાંભળી ખૂબ ખુશ થઈ. તેને નિગ્રન્થ પ્રવચન ઉપર ખૂબ શ્રદ્ધા થઈ. માતા-પિતાની આજ્ઞા લઈ સંયમ લેવા તત્પર બની. 81 એક હજાર પુરુષ ઉપાડી શકે તેવી શિબિકામાં બેસાડી ભગવાન સન્મુખ તેને લાવવામાં આવી. ભગવાનને શિષ્યાના રૂપમાં ભિક્ષા સ્વીકારવાની માતા–પિતાએ વિનંતિ કરી. ભગવાને દીક્ષા આપી અને પુષ્પચૂલા આર્યાને સુપ્રત કરી. ભૂતા પુષ્પચૂલા આર્યાની પાસે સંયમ તપથી આત્માને ભાવિત કરતી થકી વિચરવા લાગી. કાલાંતરે તે ભૂતા આર્યા શરીરની સેવા–સુશ્રુષામાં લાગી ગઈ. શુચિધર્મનું આચરણ કરવા લાગી. અર્થાત્ વારંવાર હાથ, પગ, મુખ, શરીર, મસ્તક, કાંખ, ધોવા લાગી. બેસવા, સૂવા, ઊભા રહેવાની જગ્યા ઉપર પહેલા પાણી છાંટવા લાગી. ગુરુણી દ્વારા આ બધી પ્રવૃત્તિનો નિષેધ કરવા છતાં તે અન્ય એકાંત મકાનમાં રહી આ પ્રવૃત્તિ કરવા લાગી. અનેક પ્રકારની તપશ્ચર્યા કરવા છતાં આલોચના–પ્રતિક્રમણ ન કરવાથી વિરાધક થઈ પ્રથમ દેવલોકના 'શ્રી અવતંસક' વિમાનમાં 'શ્રી દેવી'ના રૂપમાં ઉત્પન્ન થઈ. કોઈ સમયે ભગવાન મહાવીર સમક્ષ આવી શ્રી દેવીએ અનેક પ્રકારની નાટય વિધિ દ્વારા ઋદ્ધિનું પ્રદર્શન ર્ક્યુ. ત્યાંની એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુક્ત થશે. ભૂતાની સમાન જ નવે સ્ત્રીઓનું વર્ણન જાણવું. ફક્ત નામ જ જુદા છે. બધી જ શરીર બકુશ થઈ પ્રથમ દેવલોકમાં ગઈ. ત્યાં એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. આ વર્ગના વર્ણનથી જાણવામાં આવે છે કે લોકમાં લક્ષ્મી, સરસ્વતી આદિ દેવીઓની પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે પ્રથમ દેવલોકની દેવીઓ પ્રત્યે એક પ્રકારની ભક્તિનું પ્રદર્શન છે. તેમને પ્રસન્ન કરી લોકો કંઈક મેળવવાની અપેક્ષા રાખે છે. ત્રીજા વર્ગમાં મણિભદ્ર–પૂર્ણભદ્ર દેવનું વર્ણન આવે છે. તેઓની પણ જિનમંદિરોમાં પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ બધી ભૌતિક સુખની અપેક્ષાથી પ્રવૃત્તિ કરવામાં આવે છે. વીતરાગ ધર્મ તો લૌકિક આશાથી પર રહીને આત્મ-સાધના કરવાનો છે. તેની સાધના કરવા–વાળા સાધકને પાંચ પદોમાં સ્થિત આત્માઓ જ નમસ્કરણીય છે. તે સિવાય બીજા કોઈને પણ વંદન કરવા તે લૌકિક, વ્યાવહારિક અને પરંપરાગત આચાર માનવો જોઇએ પરંતુ તેમાં ધર્મની કલ્પના ન કરવી જોઇએ. કેટલાક ભદ્ર સ્વભાવી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ આવા લૌકિક આશાયુક્ત વિનય ભક્તિના આચરણને ધર્મ માને છે, આ તેમની વ્યક્તિગત અજ્ઞાનદશાની ભૂલ છે. જો તેઓ પોતાની પ્રવૃતિનું પરિવર્તન ન કરી શકે તો પણ સમજણનું પરિવર્તન અવશ્ય કરવું જોઇએ અર્થાત સાંસારિક પ્રવૃતિને લૌકિક આચરણ સમજે અને પ્રભુ આજ્ઞાની પ્રવૃતિને ધર્માચરણ સમજે તેમજ ધર્મના નામે આરંભ–સમારંભ આડંબરની પ્રવૃત્તિ નો ત્યાગ કરે. પંચમ વર્ગ – વૃષ્ણિક દશા આ વર્ગમાં અંધક વિષ્ણુના કુળના યાદવોનું વર્ણન છે; એટલે આ વર્ગનું નામ વૃષ્ણિદશા રાખવામાં આવ્યું છે. આ વર્ગમાં બાર અધ્યયન છે. નિષધકુમાર:– કૃષ્ણ વાસુદેવના ભાઈ બળદેવ રાજાની રેવતી નામની રાણી હતી. તેણે એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ નિષધકુમાર રાખવામાં આવ્યું. યૌવનાવસ્થામાં પ્રવેશ કરતાં પચાસ કન્યાઓ સાથે તેના લગ્ન થયા. ભવ્ય પ્રાસાદમાં મનુષ્ય સંબંધી સુખો ભોગવતાં વિચરવા લાગ્યા. એક વખત અરિહંત અરિષ્ટનેમિ દ્વારિકા નગરીમાં પધાર્યા. કૃષ્ણ રાજાની આજ્ઞાથી સામુદાનિક ભેરી વગાડવામાં આવી. કૃષ્ણ વાસુદેવ તથા પ્રજાજનો ભગવાનના દર્શનાર્થે ગયા. નિષધકુમાર પણ ગયા. ઉપદેશ શ્રવણ કરી ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર ર્ક્યુ. પરિષદ પાછી ગઈ. અરિષ્ટનેમિ ભગવાનના પ્રથમ ગણધર વરદત્ત અણગાર દ્વારા નિષધકુમારનો પૂર્વભવ પૂછવામાં આવતાં ભગવાને તેનું વર્ણન કર્યું. નિષધકુમારનો પૂર્વભવઃ– આ ભરતક્ષેત્રમાં રોહતક નામનું નગર હતું. ત્યાં મહાબલ નામનો રાજા હતો. તેને વીરાંગદ નામનો પુત્ર હતો. બત્રીસ શ્રેષ્ઠ રાજ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. ઉત્તમ પ્રાસાદમાં માનુષિક સુખો ભોગવતાં વિચરવા લાગ્યા. કોઈ એક સમયે સિદ્ધાર્થ નામના આચાર્ય તે નગરીમાં પધાર્યા. વીરાંગદે ઉપદેશ સાંભળી સંયમ અંગીકાર ર્યો. અગિયાર અંગ કંઠસ્થ કરી અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા આત્મશુદ્ધિ કરવા લાગ્યા. ૪૫ વર્ષ સુધી શુદ્ધ સંયમનું પાલન કરી, બે મહિનાનો સંથારો કરી, આરાધક બની પાંચમા દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાં દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી. અહીં નિષધકુમાર તરીકે ઉત્પન્ન થયો છે. અને આજે તેણે શ્રાવકવ્રત સ્વીકાર્યા છે. નિષધકુમાર શ્રાવકના ગુણોથી સંપન્ન થઈ શ્રમણોપાસક પર્યાય વ્યતીત કરવા લાગ્યા. એક વખત પૌષધમાં ધર્મજાગરણ કરતાં દ્વારિકા નગરીમાં ભગવાનની વંદના પર્યુપાસના કરવાનો સંકલ્પ ર્યો. ભગવાન અરિષ્ટનેમિ તેમના મનોગત ભાવને જાણી ત્યાં પધાર્યા. નિષધકુમાર ઉપદેશ સાંભળી સંયમી બન્યા. અગિયાર અંગ કંઠસ્થ ર્યા. વિવિધ તપશ્ચર્યા કરતાં નવ વર્ષનો સંયમ પાળી, એકવીસ દિવસનો સંથારો કરી, કાળ ધર્મ પામી સવાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમનું દેવાયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. યૌવન અવસ્થામાં સંયમ ગ્રહણ કરી સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. શેષ અગિયાર અધ્યયનમાં ૧૧૨ાજકુમારોનું વર્ણન ઉપર પ્રમાણે જ આવે છે. સંયમગ્રહણ અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ આદિ નિષધકુમારની જેમ જ સમજી લેવું. ઉપાંગસૂત્રના પાંચ વર્ગ અને બાવન અધ્યયનોમાં પ્રથમ વર્ગના દસ જીવોનું નરકમાં જવાનું વર્ણન છે. શેષ ચાર વર્ગના ૪૨ આત્માઓનું સ્વર્ગમાં જવાનું વર્ણન છે તેથી જ પ્રથમ વર્ગનું નામ નિરયાવલિકા હોવું સુસંગત છે. આખાય સૂત્રનું નામ નિરયાવલિકા હોવું તે યોગ્ય નથી. આગમ પ્રમાણથી સંપૂર્ણ સૂત્રનું નામ 'ઉપાંગસૂત્ર" સમજવું અને સૂચિત્ત પાંચ નામ વર્ગોના સમજવા. Page #82 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 82 આ પ્રમાણે આ પાંચ વર્ગાત્મક ઉપાંગસૂત્ર નામનું શાસ્ત્ર પૂર્ણ થયું. ઉત્તરાધ્યયન સૂત્રનામ અને વિષય :– ઉત્તરાધ્યયન સૂત્ર આગમના વર્તમાન વર્ગીકરણમાં મૂળસૂત્રરૂપે પ્રખ્યાત છે. ઉત્તર+અધ્યયન એટલે શ્રેષ્ઠ અને પ્રધાન અઘ્યયનોનું સંકલન સૂત્ર છે. તેમાં જીવ–અજીવ, પરીષહ, કર્મવાદ, છ દ્રવ્ય, નવ તત્ત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, બાલમરણ, પંડિત મરણ, વૈરાગ્ય અને સંસાર તથા ભગવાન પાર્શ્વ અને મહાવીર પરંપરાના અનેક વિષયોનું સુંદર આકલન છે. સ્વાધ્યાય અને આત્મ ચેતનાની જાગૃતિ માટે આ સૂત્રનું અધ્યયન પઠન ચિંતન–મનન આદરણીય છે. આ સૂત્રમાં ૧૩ અધ્યયન ધર્મ કથાત્મક છે (૭, ૮, ૯, ૧૨, ૧૩, ૧૪, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૫, ૨૭), આઠ અધ્યયન ઉપદેશાત્મક છે (૧, ૩, ૪, ૫, ૬, ૧૦, ૨૩, ૩૨), આઠ આચારાત્મક (૨, ૧૧, ૧૫, ૧૬, ૧૭, ૨૪, ૨૬, ૩૫), સાત સૈદ્ધાંતિક (૨૮, ૨૯, ૩૦, ૩૧, ૩૩, ૩૪, ૩૬) છે. શ્રેષ્ઠ અધ્યયનો અને ઉત્તમ ઉપયોગી વિષયોને કારણે આ સૂત્ર સાધુ-સાધ્વી, શ્રાવક–શ્રાવિકાઓને વિશેષ રુચિકર છે. સેંકડો સાધુ–સાધ્વીજીઓ તેને કંઠસ્થ કરી નિરંતર તેનો સ્વાધ્યાય કરી આત્માનંદની પ્રાપ્તિ કરે છે. આ પ્રમાણે અત્યધિક લોકપ્રિયતાને કારણે આ સૂત્ર માટે એવી શ્રુતિ પરંપરા પણ છે કે—“આ સૂત્ર ભગવાન મહાવીર સ્વામીએ નિર્વાણ સમયે અંતિમ રાત્રિએ સ્વમુખે સંભડાવ્યું છે.” સર્વ જૈન સમુદાયોમાં આ સૂત્રનું પ્રચલન છે. આ સૂત્રનું પરિમાણ ૨૧૦૦ શ્લોકનું માનવામાં આવેલ છે. પ્રથમ અધ્યયન : વિનય શ્રુત આ અધ્યયનનું નામ છે “વિનય શ્રુત” છે. વિનયને બાર પ્રકારના તપમાં આત્યંતર તપ કહેવામાં આવ્યું છે. ઉવવાઈ સૂત્રમાં તેના સાત પ્રકાર કહેવામાં આવ્યા છે– (૧) જ્ઞાન વિનય (૨) દર્શન વિનય (૩) ચારિત્ર વિનય (૪) મન વિનય (૫) વચન વિનય (૬) કાયા વિનય (૭) લોકોપચાર વિનય. દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશામાં ચાર પ્રકારની વિનય સમાધિ કહેવામાં આવી છે– (૧) વિનય સમાધિ (૨) શ્રુત સમાધિ (૩) તપ સમાધિ (૪) આચાર સમાધિ. પ્રસ્તુત અધ્યયનમાં વિનયના અનેક રૂપોને લક્ષમાં રાખીને અનેક વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. (૧) જે ગુરુના ઇશારાથી અને ભાવભંગથી સમજીને તેમના નિર્દેશોનું યથાર્થ પાલન કરે છે, તેમની શુશ્રુષા કરે છે, તે વિનીત શિષ્ય છે. તેનાથી વિપરીત આચરણ કરનાર અવિનીત શિષ્ય કહેવાય છે. (૨) સડેલા કાનવાળી કુતરીની સમાન અવિનીત શિષ્ય ક્યાંય પણ આદર પામતો નથી. (૩) ગામનો સૂઅર(ભૂંડ) ઉત્તમ ભોજનને છોડીને અશુચિ તરફ દોડે છે, તે જ પ્રકારે અવિનીત આત્મા સદ્ગુણોને છોડી દુર્ગુણોમાં રમણ કરે છે. ન (૪) ગુરુ આચાર્યાદિ દ્વારા અનુશાસન પામતાં ભિક્ષુ ક્યારેય ક્રોધ ન કરે અને જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્યારેય છુપાવે નહિ. (૫) આ ભવમાં તથા પરભવમાં બીજાઓ દ્વારા આત્માનું કાયમ દમન થઈ રહ્યું છે, તેની અપેક્ષાએ જ્ઞાની પુરુષોએ જાતે જ આત્મદમન કરવું શ્રેયસ્કર છે. સંયમ અને તપ દ્વારા આત્મદમન કરવું અર્થાત્ સંપૂર્ણ ઇચ્છાઓ તેમજ સંકલ્પ–વિકલ્પોથી રહિત બની જવું જોઇએ, એવું કરવાથી જ આ લોક અને પરલોકમાં આત્મા સુખી બને છે. (૬) વચનથી, વ્યવહારથી, આસનથી અને આજ્ઞા પાલન દ્વારા ગુરુનો પૂર્ણ વિનય કરવો જોઇએ. આવો વિનયશીલ શિષ્ય શાસ્ત્રજ્ઞાનને તેમજ અનેક સદ્ગુણોને અને યશને પ્રાપ્ત કરે છે. (૭) સાવધકારી, નિશ્ચયકારી આદિ ભાષાનો પ્રયોગ ન કરવો. એકલા ભિક્ષુએ એકલી સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરવો. (૮) યથાયોગ્ય સમયે કાર્યો કરવા. ભિક્ષાચરીની વિધિઓનું યથાવત્ પાલન કરવું. (૯) આચાર્ય આદિ ક્યારેક અપ્રસન્ન હોય તો વિવેકપૂર્વક તેમના ચિત્તની આરાધના કરવી, એટલે કે તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો . (૧૦) વિનીત શિષ્ય સર્વત્ર પૂજનીય બને છે. તે ગુરુના હૃદયમાં સ્થાન પામી જાય છે. તે તપ અને સંયમની સમાધિથી સંપન્ન બની જાય છે. પાંચ મહાવ્રતોનું પાલન કરતો થકો તે મહાન તેજસ્વી બની જાય છે. (૧૧) દેવોનો પણ પૂજનીય બની તે વિનીત શિષ્ય અંતમાં સંયમની આરાધના અને સદ્ગતિને પામે છે. બીજું અધ્યયન : પરીષહ જય તપ-સંયમનું યથાવત્ પાલન કરતાં થકાં પ્રતિકૂળ પ્રસંગ ઉપસ્થિત થાય છે, તેને પરીષહ' કહેવામાં આવે છે. આ પરિસ્થિતિને ધૈર્ય અને ઉત્સાહથી પાર કરવી અને સંયમ–તપની મર્યાદાથી વિચલિત ન થવું, તેને ‘પરીષહ જીતવો' કહેવાય છે. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે – (માર્ગાદ ચ્યવન નિર્જરા પરિષોઢવ્યાઃ પરીષહાઃ) અર્થાત્ પ્રતિકૂળ પ્રસંગોમાં માર્ગથી વ્યુત ન થાય પણ એકાંત નિર્જરાના અર્થે સમભાવે સહન કરે છે તેને પરીષહ કહેવાય છે. આ અધ્યયનમાં ભિક્ષુના બાવીસ પરીષહો બતાવી, તેના પર વિજય પ્રાપ્ત કરવાની શિક્ષા આપવામાં આવી છે. (૧) ક્ષુધા પરીષહ– ભિક્ષુ ભૂખથી ક્લાંત થઈને પણ ક્યારેય એષણા સમિતિનો ભંગ ન કરે. તેમજ સચેત વનસ્પતિનું છેદન—ભેદન કરે નહિ અને કરાવે નહિ. ધૈર્યથી ક્ષુધાને સહન કરે. (૨) તૃષા પરીષહ તૃષાથી પીડિત થવા છતાં પણ સચેત પાણીનું સેવન ન કરે. તરસથી મુખ સુકાઈ જાય છતાંય અદીન ભાવે સહન કરે. દેહ અને આત્મ સ્વરૂપની ભિન્નતાનો વિચાર કરે. Page #83 -------------------------------------------------------------------------- ________________ jainology | આગમસાર (૩–૪) શીત–ઉષ્ણ પરીષહ– અલ્પ વસ્ત્ર અથવા અચેલ સાધનાના સમયે ઠંડી કે ગર્મીની અધિકતા હોવા છતાં દીન ન બને. અગ્નિ કે પંખાની ચાહના ન કરે. સ્નાનની ઇચ્છા મનથી પણ ન કરે. 83 (૫) દંશમશક પરીષહ– મુનિ ડાંસ–મચ્છર આદિ ક્ષુદ્ર જીવોના ત્રાસથી ગભરાય નહિ, પરંતુ સંગ્રામમાં અગ્રભાગે રહેલા હાથીની જેમ સહનશીલ બને. (૬) અચેલ પરીષહ– વસ્ત્રની અલ્પતાથી પણ દીનતા ન કરે. (૭) અરતિ પરીષહ– ગ્રામાનુગ્રામ વિચરતાં અનેક સંકટ ઉપસ્થિત થાય તો પણ કદી શોકાકુલ ન બને, અપ્રસન્ન ન થાય, સદા સંયમપાલનમાં પ્રસન્ન રહે. (૮) સ્ત્રી પરીષહ– શીલ રક્ષાના હેતુએ ‘સ્ત્રીનો સંગ આત્માને માટે કીચડ સમાન છે.’ એમ સમજીને તેનાથી વિરક્ત રહે. સ્ત્રીઓથી પૂર્ણ સાવધાન રહેનારનું શ્રમણ જીવન સફળ બને છે. (૯) ચર્યા પરીષહ– વિહાર સંબંધી કષ્ટોને સમભાવે સહન કરતા થકા મુનિ ગ્રામાદિમાં કે કોઈ વ્યક્તિમાં મમત્વ બુદ્ધિ ન કરે. રાગદ્વેષ ન કરતાં એકત્વ ભાવમાં રમણ કરે. (૧૦–૧૧) શય્યા–નિષદ્યા પરીષહ અનુકૂળ-પ્રતિકૂળ ઉપાશ્રયમાં સમભાવ રાખે. ભૂત-પ્રેત આદિથી યુક્ત સ્થાનમાં પણ નિર્ભય રહે. (૧૨–૧૩) આક્રોશ—વધ પરીષહ– કઠોર શબ્દ અથવા મારપીટ–તાડનના પ્રસંગમાં પણ મુનિ સમાન ભાવ રાખે. પરંતુ મૂર્ખની સામે મૂર્ખ ન બને. અર્થાત્ ભિક્ષુ કદી ક્રોધ ન કરે, પ્રતિકાર ન કરે પરંતુ શાંત ભાવે સહન કરે અને વિચારે કે આત્મા તો અમર છે, પ્રહાર કરવા છતાં આત્માનું કંઈ બગડવાનું નથી. (૧૪–૧૫) યાચના—અલાભ પરીષહ– દીર્ધ જીવન કાળમાં સંયમ પાલનના હેતુ માટે ભિક્ષા કરવી આવશ્યક છે. તેથી ભિક્ષાની યાચના કરવામાં તેમજ ભિક્ષા ન મળવા પર ભિક્ષુ ક્યારેય ખેદ ન કરે પરંતુ તપમાં રમણ કરે. (૧૬) રોગ પરીષહ– સંયમ મર્યાદાની સુરક્ષા હેતુ અને કર્મ નિર્જરાર્થે ક્યારેય પણ રોગાંતક થવા છતાં ઔષધ–ચિકિત્સાની ભિક્ષુ ઇચ્છા ન કરે. તે રોગાંતકનો ઉપચાર ર્યા વિના સહન કરવામાં જ સાચી સાધુતા છે. (૧૭) તૃણસ્પર્શ પરીષહ– અલ્પ વસ્ત્રથી રહેવામાં અને ખુલ્લા પગે ચાલતાં જો તૃણ, કાંટા, પત્થર આદિથી કષ્ટ ઉત્પન્ન થાય તો મુનિ તેને સમભાવે સહન કરે. (૧૮) જલ્લ–મેલ પરીષહ– બ્રહ્મચારીમુનિ પસીના કે મેલ આદિથી ગભરાઈને ક્યારેય સ્નાન કરવાની ઇચ્છા ન કરે પરંતુ કર્મ નિર્જરાના લક્ષ્ય અને ઉત્તમ ભગવદ્ આજ્ઞા સમજીને જીવનપર્યંત પસીનાથી ઉત્પન્ન મેલને શરીર પર ધારણ કરે. (૧૯) સત્કાર–પુરસ્કાર પરીષહ– અતિશય માન–સન્માન પામીને ફુલાઈ ન જવું પરંતુ વિરક્ત રહેવું અને અન્યના માન-સન્માન જોઈને તેની ચાહના ન કરવી. સૂયગડાંગ સૂત્રમાં પૂજા–સત્કારને સૂક્ષ્મ શલ્ય કહેવામાં આવેલ છે. (૨૦–૨૧) પ્રજ્ઞા–અજ્ઞાન પરીષહ– તપ-સંયમની વિકટ સાધના કરવા છતાં પણ બુદ્ધિની મંદતા ન ઘટે અને અતિશય જ્ઞાન(અવધિ, મન:પર્યવ આદિ) ઉત્પન્ન ન થાય તોપણ ખેદ ન કરવો. ધૈર્ય અને શ્રદ્ધાથી સાધનામાર્ગમાં આગળ વધતા રહેવું. (૨૨) દર્શન પરીષહ– કોઈપણ પ્રકારના ખેદથી અથવા તો અલાભથી ગભરાઈને સંયમ સાધનાથી અને ન્યાય માર્ગથી વ્યુત ન થવું પરંતુ દઢ શ્રદ્ધાની સાથે મોક્ષ માર્ગમાં અગ્રેસર થવું. આ પરીષહોથી પરાજિત ન થનાર મુનિ શીઘ્રાતિ શીઘ્ર આત્મકલ્યાણ કરે છે, સંસાર સાગરનો પાર પામી જાય છે. ત્રીજું અધ્યયન : ચાર દુર્લભ અંગ (૧) જીવ કર્મ સંયોગથી વિવિધ યોનિઓમાં ભ્રમણ કરતો થકો કીટ, પતંગ, પશુ, નરક, દેવ રૂપમાં ઉત્પન્ન થાય છે. ક્યારેક બ્રાહ્મણ તો ક્યારેક ક્ષત્રિય, વૈશ્ય અને ક્યારેક ક્ષુદ્ર પણ બને છે. (૨) સંસાર ભ્રમણ કરતા જીવને મનુષ્યભવ અત્યંત અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પુણ્યયોગે તે પ્રાપ્ત થઈ જાય તો પણ ધર્મશ્રવણ અને તેમાં શ્રધ્ધા, પ્રતીતિ, રુચિ થવી અત્યંત દુર્લભ છે. (૩) કોઈ જીવને ધર્મશ્રવણની પ્રાપ્તિ અને શ્રધ્ધા થઈ જાય તો પણ કંઈક અંશે પુણ્યની અલ્પતાને કારણે ધર્મતત્ત્વ (વ્રત, નિયમ, સંયમ) નો સ્વીકાર કરી શકતા નથી અથવા તો પાલન કરી શકતા નથી. (૪) જે મનુષ્યભવને પ્રાપ્ત કરી સંયમ તપમાં પુરુષાર્થ કરે છે તેનો માનવ જન્મ સફળ છે. કારણ કે માનવભવ સિવાય બીજી કોઈપણ યોનિમાં સંયમની આરાધના કરવાની યોગ્યતા જ નથી. (૫) સંયમ તપથી કર્મ નિર્જરા કરતાં પુણ્ય સંચય થવાથી કોઈ જીવ દેવગતિને પ્રાપ્ત કરે છે. (૬) પછી મનુષ્યભવમાં આવીને દસ ગુણોથી સંપન્ન અવસ્થાને પ્રાપ્ત કરી યથાસમયે ભૌતિક સમૃદ્ધિનો ત્યાગ કરી સંયમ, તપ આદિની આરાધના દ્વારા સંપૂર્ણ કર્મ ક્ષય કરીને મુક્ત થઈ જાય છે. (૭) પ્રત્યેક મુમુક્ષુ પ્રાણીએ ૧. મનુષ્યભવ ૨. ધર્મ શ્રવણ ૩. ધર્મ શ્રદ્ધા ૪. તપ-સંયમમાં પરાક્રમ, આ ચાર મોક્ષના દુર્લભ અંગ જાણીને પ્રાપ્ત અવસરમાં આળસ, પ્રમાદ, મોહ, પુદ્ગલ આસક્તિને હટાવીને સંયમમાર્ગમાં ઉપસ્થિત થવું જોઇએ. (૮) સરલ અને પવિત્ર આત્મામાં જ ધર્મનો વાસ હોય છે અને તેનું જ કલ્યાણ થાય છે. (ધર્મ ઉપદેશનાં પાણીથી ફળદ્રુપ કસવાળી જમીન હોય તો ધર્મનું વૃક્ષ ઉગી નીકળે છે, સત્વ વગરનાં લોકોને ઉપદેશ ફળીભૂત થતું નથી) Page #84 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ ચોથું અધ્યયન કર્મફળ અને ધર્મપ્રેરણા (૧) જીવન સાંધી શકાતું નથી અર્થાત્ ક્ષણભર પણ આયુષ્યની વૃદ્ધિ કોઈ કરી શકતું નથી, તેથી વૃદ્ધત્વની પ્રતીક્ષા ન કરતાં અવસર પ્રાપ્ત થયે અપ્રમત્ત ભાવથી તપ-સંયમ, વ્રત-નિયમનું આચરણ કરી લેવું જોઇએ. (૨) પ્રાણી કુમતિ કે અજ્ઞાનને કારણે અનેક પાપ કૃત્યો દ્વારા ધનને અમૃત સમજીને તેનું ઉપાર્જન કરવામાં અનુરક્ત રહે છે પરંતુ મૃત્યુ સમયે નરકમાં જતાં તેણે ભેગું કરેલું ધન તેની રક્ષા કરી શકતું નથી. (૩) પરિવારને માટે કે અન્યને માટે જીવ જે પાપ ઉપાર્જન કરે છે, તેના ફળ ભોગવવાના સમયે કોઈ ભાગ પડાવતા નથી. કર્મોના ફળ આ ભવમાં કે પરભવમાં પોતાને જ ભોગવ્યા વિના છૂટકારો થતો નથી. (૪) સ્વચ્છંદતાનો સંપૂર્ણપણે ત્યાગ કરી ભગવદ્ આજ્ઞામાં જ સંપૂર્ણ અપ્રમત્ત ભાવથી રહેનારા શીઘે મોક્ષ પ્રાપ્ત કરે છે. (૫) પછી ધર્મ કરશું એમ કહેનાર પહેલાં કે પછી ક્યારેય ધર્મ કરી શકતો નથી; કારણ કે અચાનક મૃત્યુના આવવાથી અભ્યાસ વિના ધર્માચરણ દુ:શક્ય છે. (૬) સંયમ આરાધન કાળમાં લલચામણા પ્રસંગ અને પ્રતિકૂળ પ્રસંગે ઉપસ્થિત થવા છતાં સદા સાવધાન રહેવું જોઈએ. અર્થાત્ ક્રોધ, માન ન કરવા તેમજ માયા, લોભ પણ ન કરવા જોઇએ. (૭) સમ્યક શ્રદ્ધાની સાથે સંયમ પાલન કરતા થકાં અંતિમ શ્વાસ સુધી ગુણોની આરાધના કરવી જોઈએ. પાંચમું અધ્યયન : બાલ-પંડિત મરણ જન્મની સાથે જ મૃત્યુ સંકળાયેલું છે. જીવન જીવવું એક કળા છે તો સમાધિ મૃત્યુને વરવું તે પણ ઓછી કળા નથી ! આ અધ્યયનમાં મરણના બે પ્રકાર વર્ણવ્યા છે– બાલ મરણ(અકામ મરણ) અને પંડિત મરણ(સકામ મરણ). (૧) બાળ એટલે અજ્ઞાની જીવોનું વારંવાર અકામ મરણ થાય છે, જ્યારે પંડિત પુરુષોનું ઉત્કૃષ્ટ સકામ મરણ એક જ વખત થાય છે; અર્થાત્ જઘન્ય, મધ્યમ આરાધનામાં અધિકતમ સાત-આઠ ભવ થાય છે અને ઉત્કૃષ્ટ આરાધનામાં જીવ તે જ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરે છે. (ર) વિષય આસક્ત બાળ જીવ અનેક જૂર કર્મ કરે છે. કેટલાક તો પરલોકનો જ સ્વીકાર કરતા નથી. “બધા પ્રાણીઓના જે હાલ થશે તે અમારા થશે”. એવું વિચારીને કેટલાક જીવો હિંસા, જૂઠ, છળ-કપટ, ધૂર્તતા આદિ કરે છે, સુરા અને માંસનું સેવન કરે છે તેમજ ધન અને સ્ત્રીઓમાં વૃદ્ધ બને છે. (૩) એવા લોકો અળસિયાની સમાન મુખ અને શરીરથી માટી ગ્રહણ કરવાની જેમ રાગ અને દ્વેષ બંનેથી કર્મ બંધ કરે છે. (૪) ઉક્ત અજ્ઞાની પ્રાણી મૃત્યુથી ક્લાંત થવાના સમયે નરકગતિ આદિ દુઃખોનું ભાન થતાં શોક કરે છે. જેવી રીતે અટવી(જંગલ)માં ગાડાની ધૂરા તૂટી જવાથી ગાડીવાન શોક કરે છે. (૫) તેમ જ ધર્માચરણ રહિત અજ્ઞાની જીવ હારેલા જુગારીની સમાન મૃત્યુ સમયે આર્તધ્યાન કરે છે. (૬) પંડિત મરણ પણ ગૃહસ્થજીવનની વિભિન્નતા અને શ્રમણજીવનની વિષમતાના કારણે બધા ભિક્ષુઓને કે બધા ગૃહસ્થોને પ્રાપ્ત થતું નથી. (૭) કેટલાક ગૃહસ્થોની ધર્મસાધના સાધુઓથી પણ ઉચ્ચ હોય છે. પરંતુ સુસાધુઓના સંયમ તો સર્વગૃહસ્થોથી ઉત્કૃષ્ટ જ હોય છે. (૮) ભિક્ષાજવી કેટલાક સંન્યાસીઓના આચરણ અને શ્રદ્ધા શુદ્ધ હોતા નથી. તેથી તેમના જટાધારણ, મુંડન, નગ્નત્વ, ચર્મ, વસ્ત્ર, વિભિન્ન વેષભૂષા અને અન્ય ઉપકરણ ધારણ કરવા આદિ તેમને દુર્ગતિથી મુક્ત કરી શકતા નથી. તેથી ભિક્ષુ હોય યા ગૃહસ્થ, જો તે સુવ્રતી અને સુશીલ હોય તો જ દિવ્યગતિને પ્રાપ્ત કરી શકે છે. (૯) જે પૌષધ, વ્રત, નિયમ અને સદાચારનું પાલન કરતાં થકાં ગૃહસ્થ અવસ્થામાં રહે છે અથવા ઇન્દ્રિયના વિષયોથી તેમજ સંપૂર્ણ પાપોથી નિવૃત થઈ ભિક્ષા જીવનથી ધર્મ આરાધના કરે છે એવા શ્રમણોપાસક અને શ્રમણ મૃત્યુ સમયે ત્રાસ પામતા નથી પરંતુ પંડિત મરણને વરે છે. તેમાંથી કોઈ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે તો કોઈ એક ભવ દેવનો કરી પુનઃ મનુષ્ય થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. (૧૦) આ અકામ–સકામ બંને મરણોના ફળની તુલના કરીને મુમુક્ષુઓએ દયાધર્મનો સ્વીકાર કરવો જોઇએ અને દેહ મમત્વનો ત્યાગ કરી અંતિમ સમયે ભક્તપ્રત્યાખ્યાન આદિ કોઈપણ પ્રકારના પંડિતમરણ (અનશન)નો સ્વીકાર કરવો જોઈએ. છઠું અધ્યયન: જ્ઞાન-ક્રિયા (૧) અજ્ઞાની જીવો દુ:ખોની વૃદ્ધિ કરતા રહે છે, તેથી મુમુક્ષુઓએ જીવાદિ નવ તત્વોને જાણીને સત્યની ગવેષણા કરતા થકા બધા પ્રાણીઓ સાથે મૈત્રીનો વ્યવહાર કરવો જોઇએ અને પરિવારના સભ્યોમાં પણ અસંરક્ષણનો ભાવ જાણીને સ્નેહરહિત બને તથા ધન-સંપત્તિને ચંચળ સમજી તેનો ત્યાગ કરે. (૨) જ્ઞાનયુક્ત આચરણને હૃદયંગમ કરી, પરિગ્રહને નરકનું મુખ્ય કારણ સમજી તેનો ત્યાગ કરે અને સર્વ જીવોને આત્મવત્ સમજીને સાવધ આચરણનો સર્વથા ત્યાગ કરે. (૩) સાવધકર્મ, ધન અને પરિગ્રહના ત્યાગી મુનિ ગૃહસ્થ દ્વારા અપાયેલ, એષણા સમિતિની વિધિથી પ્રાપ્ત આહારથી સંયમ નિર્વાહ કરે. પક્ષીની જેમ સંગ્રહવૃત્તિથી મુક્ત રહે. (૪) માત્ર જ્ઞાનથી મુક્તિ માનનારા અને કંઈપણ આચરણ(પાપ ત્યાગ) ન કરનારા સ્વેચ્છાએ વચન વીર્યથી મુક્તિની કલ્પના કરી શકે છે પરંતુ તેઓને વાસ્તવિક આત્મોન્નતિની ઉપલબ્ધિ થઈ શકતી નથી. પાપાચરણ અને આસક્તિથી દુર્ગતિ પ્રાપ્ત કરતા સમયે તે જ્ઞાન અને વચનવીર્ય તેનું આંશિક પણ રક્ષણ કરી શકતા નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ jainology આગમસાર તેની દશા “બિલ્લી આવે ત્યારે ઉડી જવું” એ પ્રમાણે રટણ કરનારા પોપટ સમાન થાય છે. અર્થાત્ પોપટનું તે પ્રકારનું કોરું. રટણ બિલ્લીના ઝપાટા-માંથી તેને બચાવી શકતું નથી. તેવી રીતે અજ્ઞાની જીવો (આચરણ વગરનું જ્ઞાન, ખરેખર તો તે જ્ઞાન નથી પણ માહિતી છે, તેથી તેઓને અજ્ઞાની જીવો કહયા છે.)જન્મ-મરણના દુઃખથી છૂટી શકતા નથી. ફકત શુભભાવોથી પણ મુકિત નથી, સાથે ક્રિયા અવશ્ય કરવાની છે. જો ફકત ભાવોથી મુકિત પ્રાપ્ત થતી હોત તો સર્વાથસિધ્ધ વિમાનવાસી દેવો ૩૩ સાગરોપમ સુધી પરમ શુકલ લેશ્યા અને શુભભાવોથી રહેલા હોય છે.લોકના સર્વોચ પ્રકારના સુખો પ્રત્યે પણ પરમ અનાસકત ભાવ તેઓ સંપૂર્ણ જીવનકાળ દરમયાન જાળવે છે. પરંતું છતાં કરણી કર્યા વગર તેમને પણ મુકિત નથી. અનુકંપા અને આત્માની શુધ્ધતા હાથીના ભવમાં મેઘકમારે સસલાંના જીવની દયા પાળી સંસાર પરિત કર્યો. ત્યારે આત્માનું કોઈ વિશેષ જ્ઞાન તેમની પાસે ન હતું. એક ગાઉ પ્રમાણ વનસ્પતિનું નિકંદન કાઢ મેદાન તૈયાર કર્યું હતું. તેથી વનસ્પતિનાં જીવોથી પણ અજાણ હતા. છ દવ્ય કે નવ તત્વથી અજાણ હોવા છતાં એક જીવ પર આવેલા અનુકંપાના ઉત્કૃષ્ટ પરિણામોથી સમયકત્વની નજીકનાં ભાવોને પ્રાપ્ત કર્યા. અહીં સમકિતનાં પ્રારંભિક અને મુખ્ય લક્ષણ તરીકે અનુકંપાના ભાવોનું મહત્વ દેખાઇ રહયું છે. જ જીવોની દયા પાળવાથી જ સંભવ છે. આત્મા અને શરીર ભિન્ન છે એ જ્ઞાન જરૂરી હોવા છતાં તે જ્ઞાન એકલું જ મુક્તિનું કારણ બની શકતું નથી. દેવ પર્યાયમાં ઉત્પન્ન થયેલ જીવ પોતાના પૂર્વના શરીરની અંતિમ ક્રિયા થઈ રહેલી જોઈ શકે છે. તથા છ મહિના આયુષ્ય બાકી રહે ત્યારે નવો જન્મ કયાં થશે તે પણ જાણી શકે છે. આમ તે પ્રત્યક્ષ શરીર અને આત્માને જુદા જાણે છે. પણ તેનું આ ભેદ વિજ્ઞાન તેને કંઈ કામ આવતું નથી. જમ સાકરનો ગુણ મીઠાસ છે તેની શુધ્ધતા નથી. તેમ આત્માનો ગુણ અનુકંપાનો ભાવ છે. શુધ્ધતા સ્વયં કોઈ ગુણ નથી. એક વાકયમાં ધર્મની વ્યાખ્યા કરવી હોય તો “અહિંસા પરમો ધર્મ” કહી શકાય પરંતુ “હું એક શુધ્ધ આત્મા છું” એટલું જ પુરતું નથી. ' લોક જીવ અને અજીવથી બનેલો છે. અજીવ પુદગલ પ્રત્યેનો અનાસક્ત ભાવ અડધો વ્યવહાર શુદ્ધ કરે છે. આત્મભાવોમાં રમાતા કરવાથી પોતાના પર ઉપકાર કર્યો કહેવાય. બાકી રહેલા અડધા ભાગ, જીવદવ્ય પ્રત્યેના અનુકંપા ભાવથી જ સંપૂર્ણ વ્યવહાર શુદ્ધ થાય છે. વ્યવહારમાં પણ કોઈનાં ડૉકટર હોવા માત્રથી તે સ્વયં પણ બીમારીથી બચી શકતો નથી. તે પોતે પણ ઉપચારની ક્રિયા વગર સાજો થતો નથી. તેનું જ્ઞાન ક્રિયા વગર અધુરું છે. જીવોના સુખ દુઃખનું કારણ તેમનેં કર્મ છે. આપણો જીવ તેમાં પ્રમાદવશ નીમીત બને છે. આ પ્રમાદના કારણે આત્માનાં અનુકંપાના ગુણની ઘાત થાય છે. તથા રાગદ્વેષ નાં પરિણામો કરી જીવ કર્મોનો હાંધ કરે છે. એકેન્દ્રિયના જીવોને તુચ્છ સમજી ( પૃથ્વી, પાળ અગ્નિ, વનસ્પતિ વાયરો) તે જીવો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખી આત્માની શુધ્ધતાનું રટણ કરવું એ નિષક્રિયતા છે. આત્માનું શુભભાવથી ક્રિયાશીલ થવું એટલે અનુકંપા. કોડીઓની રક્ષા માટે કડવી તુંબીનું શાક પી જનાર અાગાર કે માથા પર અંગારા સહેનાર ગફુકુમારની જેમ જીવ જ્યારે ખરેખર અનુકંપાના ભાવ સાથે પ્રવૃતિ કરે છે ત્યારે પોતાનાં શરીર બળને પકા ઓળંગી જાય છે. જાણ હોવા છતાં ચંડકોશીકનાં માર્ગ પર આગળ વધે છે તે આત્મા છે. પાસે જઈ ડેમ સહે છે તે આત્મા છે, લોહીની ધારા વહી રહી છે છતાં ઉપદેશ આપે છે તે આત્મા છે. સાહસિક સહનશીલ અનુકંપાધારક આવા અનેક ગુણવાચક શબ્દોને અપૂરતાં સાબીત કરનાર આત્માની ઓળખ, માત્ર શુધ્ધતા ક્વો રોતે હોઈ શકે ? સાતમું અધ્યયન: દષ્ટાંતયુક્ત ધર્મપ્રેરણા (૧) જે પ્રકારે ખાવા-પીવામાં મસ્ત બનેલો બકરો, જાણે કે અતિથિઓની પ્રતીક્ષા જ કરે છે એટલે કે યજમાન આવતાં જ તેનું મસ્તક ધડથી જુદુ કરી, તેના માંસને પકાવીને ખાવામાં આવે છે. તે જ રીતે અધાર્મિક પ્રાણી પોતાના કૃત્યોથી જાણે નરકની જ ચાહના કરે છે. એટલે કે તેઓ અધર્મ આચરણના કારણે નરકમાં જાય છે. (૨) તે અજ્ઞાની પ્રાણી હિંસા, જૂઠ કે ચોરી ના કૃત્યો કરનારા, લુંટારાં, માયાચારી, સ્ત્રીલંપટ, મહારંભી, મહાપરિગ્રહી, માંસ-મદિરાનું સેવન કરનારા, હૃષ્ટપુષ્ટ શરીરવાળા બનીને નરકની આકાંક્ષા કરે છે. (૩) તે ઇચ્છિત ભોગોનું સેવન કરી, દુઃખથી એકત્રિત કરેલ ધન સામગ્રીને છોડીને, અનેક સંચિત્ત કર્મોને સાથે લઈ જાય છે. વર્તમાનમાં રાચનારા, ભવિષ્યનો વિચાર ન કરનારા ભારે કર્મી બની મૃત્યુ સમયે ખેદ કરે છે. (૪) જેવી રીતે એક કાંગણી(કોડી) ને લેવા જતાં મનુષ્ય હજાર મહોરોને ગુમાવે છે, અપથ્યકારી આમ્રફળને ખાઈ રાજા રાજ્યસુખ હારી જાય છે, તે પ્રકારે તુચ્છ માનવીય ભોગોમાં આસક્ત પ્રાણી દૈવિક સુખ અને મોક્ષના સુખને હારી જાય છે.(અહીં બે કથાઓ છે) (૫) ત્રણ પ્રકારના વણિક– ૧. લાભ મેળવવા વાળા ૨. મૂળ મૂડીનું રક્ષણ કરવાવાળા ૩. મૂળ મૂડીને પણ ગુમાવી દેવાવાળા. તે જ રીતે ધર્મની અપેક્ષાએ સાધક પ્રાણીની ત્રણ અવસ્થા છે- ૧. દેવગતિ કે મોક્ષગતિના લાભને મેળવનારા ૨. મનુષ્ય ભવ રૂપ મૂળ મૂડીને પુનઃ પ્રાપ્ત કરનારા ૩. નરક–તિર્યંચ ગતિ રૂપ દુર્ગતિને પ્રાપ્ત કરનારા (૬) નરક–તિર્યંચગતિમાં જનારો સદાય પરાજિત થયેલો હોય છે. તે ગતિમાંથી દીર્ઘકાળ સુધી બહાર નીકળી શકતો નથી અર્થાત્ તેનું બહાર નીકળવું દુર્લભ છે. (૭) મનુષ્યનું આયુષ્ય અને તેના ભોગ સુખ દેવની તુલનામાં અતિ અલ્પ છે. પાણીનું ટીપું અને સમુદ્ર જેટલું અંતર છે. તેવું જાણ્યા છતાં પણ જે મનુષ્ય સંબંધી ભોગોથી નિવૃત્ત થતો નથી, તેમનું આત્મપ્રયોજન નષ્ટ થઈ જાય છે. તે મોક્ષમાર્ગને પ્રાપ્ત કરીને પણ પથભ્રષ્ટ થઈ જાય છે. (૮) ભોગોથી નિવૃત્ત થનારા પ્રાણી ઉત્તમ દેવગતિને અને પછી મનુષ્ય જીવનને પ્રાપ્ત કરી અનુત્તર મોક્ષના સુખોને પ્રાપ્ત કરે છે. (૯) બાલ જીવ ધર્મને છોડી, અધર્મને સ્વીકારી દુર્ગતિ પ્રાપ્ત કરે છે. અને ધીર, વીર પુરુષ અધર્મને છોડી ધર્મને સ્વીકારી સદ્ગતિને પ્રાપ્ત કરે છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 86 આઠમું અધ્યયન ઃ દુર્ગતિથી મુક્તિ (૧) સંપૂર્ણ સ્નેહનો ત્યાગ કરનારા સાધક બધા દોષો અને દુઃખોથી મુક્ત થઈ જાય છે, પછી તે સ્નેહ ઇન્દ્રિયના વિષયનો હોય કે ધન–પરિવારનો હોય અથવા તો યશ—કીર્તિ કે શરીરનો હોય, પણ તે સ્નેહ ત્યાજ્ય છે. (૨) શ્લેષ્મમાં માખી જે રીતે ફસાઈ જાય છે તે રીતે ભોગાસક્ત પ્રાણી સંસારમાં ફસાઈ જાય છે (૩) કેટલાક સાધક પોતાની જાતને સંન્યાસી માને છે પરંતુ પ્રાણીવધને નથી જાણતા, તે દુર્ગતિ પ્રાપ્ત કરે છે, કારણ કે પ્રાણીવધની અનુમોદના કરવાવાળો પણ કદાપિ મુક્ત થઈ શકતો નથી, તો સ્વયં અજ્ઞાનવશ વધ કરનારા માટે મુક્તિનો પ્રશ્ન જ રહેતો નથી. (૪) તેથી સંપૂર્ણ જગતના ચરઅચર પ્રાણિઓને મન,વચન,કાયાથી હણવા નહિ, હણાવવા નહિ અને હણનારની અનુમોદના પણ કરવી નહિ. (૫) સંપૂર્ણ અહિંસા પાલન હેતુ ભિક્ષુ એષણા સમિતિયુક્ત આહાર ગ્રહણ કરે અર્થાત્ કોઈપણ પ્રકારે પ્રાણીવધ થાય તેવી ભિક્ષા ગ્રહણ ન કરે. (૬) નિર્દોષ ભિક્ષામાં પણ આસક્ત ન બને પરંતુ જીવન નિર્વાહને માટે નીરસ, શીતલ, સારહીન, રૂક્ષ પદાર્થોનું સેવન કરે. (૭) લક્ષણ, સ્વપ્ન આદિ ફળ બતાવનારા પાપ શાસ્ત્રોનો પ્રયોગ ન કરે. (૮) સંસારમાં જેમ–જેમ લાભ મળતો જાય છે તેમ—તેમ લોભ વધતો જાય છે. જેમ કે બે માસા સુવર્ણની પ્રાપ્તિની ઇચ્છાવાળા કપિલની લાલસા રાજ્ય મેળવવા સુધી પહોંચી ગઈ હતી. તેથી ઇચ્છાઓનું નિયંત્રણ કરવું જોઇએ.(અહીં કપિલ કેવળીની કથા છે.) (૯) ઉદરને હંમેશાં બિલાડીનો ભય રહે છે, તેવી રીતે છદ્મસ્થ સાધકને હંમેશાં સ્ત્રીનો ભય રહે છે; તેથી ભિક્ષુઓએ સ્ત્રીસંપર્ક અને તેનો અતિ પરિચય વર્જવો જોઇએ. નવમું અધ્યયન : નમિ રાજર્ષિ : પૂર્વકથા ઃ મયણરેહા પર મોહિત થયેલો મણીરથ, તેને મેળવવા કપટથી ભાઈ જુગબાહુની ગરદન પર તલવારનો ઘા કરી, વૈધને તેડવાના ઢોંગથી ત્યાંથી નાસી જાય છે. જયાં સાપના કરડવાથી મૃત્યુ પામી નરકે જાય છે. મયણરેહા પતિનો અંત સમય જાણી તેને ધરમના શરણા આપે છે, ભાઈ પરનો રોષ કાઢી નાખી ધર્મ શરણું લેતાં મરીને જુગબાહુ દેવ ગતિ પામે છે. મણીરથના મૃત્યુથી અજાણ, ભયભીત મયણરેહા મણીરથથી બચવા જંગલમાં નાસી જાય છે. ત્યાં તેને પુત્રનો જન્મ થાય છે. અશુચી નિવારવા તળાવ કિનારે જતાં, ગુસ્સે થયેલો હાથી તેને આકાશમાં ઊપર ઉછાળે છે. ત્યાંથી પસાર થઈ રહેલા વિધાધરનું ધ્યાન જતાં તે તેને જીલી લે છે. આ બાજુ રાજા મણીરથનું મૃત્યુ થતાં મયણરેહાનો મોટો દીકરો ચંદ્રધ્વજ રાજા બને છે.નાના દિકરાને જંગલમાં ઝાડની ડાળીએ ઝુલતો, નિરાધાર જાણી પાસેના રાજય મિથીલાનો રાજા (નમિનો પૂર્વભવનો ભાઈ) તેને પોતાની સાથે લઈ જાય છે. રાજા નિસંતાન હોવાથી પુત્રને દેવનો દીધેલો જાણી આનંદિત થઈ જાય છે. નમિકુમાર નામ રાખે છે. વિધ્યાધર પિતામુનિને વાંદવા જઈ રહયો હોય છે, જયાં મયણરેહાનો પતિ જુગબાહુ દેવગતિથી આવે છે, મયણરેહાનો ઉપકાર માને છે. દેવ મયણ૨ેહાને નમિકુમાર પાસે લઈ જાય છે. પુત્રને ક્ષેમકુશળ જાણી ત્યાંથી તે ચાલી જાય છે અને દીક્ષા અંગીકાર કરે છે. મોટો થતાં નમિ રાજા બને છે. તે પ્રજા પાલક હોવાથી અત્યંત પ્રિય થઈ જાય છે.એકદા બે પાડોશી રાજા વચ્ચે યુધ્ધ થાય છે, ત્યારે મહાસતી મયણરેહા વચ્ચે પડી બેઉ ભાઈની ઓળખ કરાવે છે. મોટો ભાઈ ચંદ્રધ્વજ બેઉ રાજય નમિને સોંપી,પોતે દીક્ષા લે છે. નમિને એકદા દાહ–જવર રોગ થતાં રાણીઓ ચંદન ઘસે છે. કંકણનો અવાજ સહન ન થતાં નમિ પ્રધાનને કહે છે.પ્રધાન એક કંકણ પહેરી ચંદન ઘસવાનું કહે છે, જેથી અવાજ બંદ થઈ જાય છે. નમિને એકત્વ ભાવના ભાવતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તે દીક્ષા માટે તૈયાર થાય છે. તેના વૈરાગ્યની પરીક્ષા કરવા શકેન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ આવે છે. મહાસતી મદનરેખાના પુત્ર નમિકુમાર જ્યારે સંયમ અંગીકાર કરવા ઉત્સુક બન્યા ત્યારે તેમના વૈરાગ્યની પરીક્ષા બ્રાહ્મણ રૂપધારી સ્વયં શકેન્દ્રએ કરી . નમિ રાજર્ષિએ ઇન્દ્રને યથાર્થ ઉત્તર આપી સંતુષ્ટ ર્યા. ઇન્દ્રનાં પ્રશ્નો અને નમિરાજર્ષિના ઉતરો : ઇન્દ્રનો પ્રશ્ન ઃ આજે મિથીલા નગરીનાં રાજમહેલમાં અને ઘરોમાં કોલાહલ અને વિલાપ,આક્રંદ કેમ સંભળાઈ રહયો છે ? ઉતર ઃ (૧) સુવિસ્તૃત વૃક્ષ પડી જવાથી પક્ષીઓ આક્રંદ કરે છે, તેવી રીતે નગરીના લોકો પોતાના સ્વાર્થને રડે છે. ઇન્દ્રનો પ્રશ્ન ઃ વાયુથી પ્રજવલિત અગ્ની આપના ભવન અને અંતેપુરને બાળી રહી છે,તેને કેમ નથી જોતાં ? ઉતર : (૨) જ્યાં મારું કંઈ જ નથી, તે નગરી કે ભવનોના બળવાથી મને કંઈ નુકશાન થતું નથી. પુત્ર, પત્ની અને પૈસાના ત્યાગીને માટે કશું જ પ્રિય હોતું નથી. તેમજ અપ્રિય પણ હોતું નથી. સંપૂર્ણ બંધનમુક્ત તપસ્વી ભિક્ષુને વિપુલ સુખ મળે છે. ઇન્દ્ર ઃ કિલો,ગઢ,ખાઈ ખોદાવી, દરવાજાથી નગરને પહેલાં સુરક્ષિત કરાવો પછી દીક્ષા લો . ઉતર : (૩) શ્રદ્ધા, તપ, સંયમ, સમિતિ, ક્ષમાદિ ધર્મ, ગુપ્તિ, ધૈર્ય આદિ આત્મ સુરક્ષાના સાચા સાધનો છે. ઇન્દ્ર : ઘરો અને ભવનોનાં નિર્માણ કરાવી પછી દીક્ષા લો . ઉતર ઃ (૪) સંસાર ભ્રમણના માર્ગમાં ક્યાંય પણ પોતાનું ઘર બનાવવાની આવશ્યકતા નથી. શાશ્વત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંજ શાશ્વત નિવાસસ્થાન બનાવવું શ્રેયસ્કર છે. ઇન્દ્ર ચોર અને લુટારાઓને દંડી નગરને સુરક્ષિત કરો . ઉતર : (૫) રાજનીતિ દૂષિત છે. તેમાં ન્યાયમાર્ગને જાણવા છતાં પણ અન્યાય થવાની સંભાવના રહે છે. જ્યાં સાચા ઠંડાઈ જાય અને જૂઠા આબાદ રહી જાય. ઇન્દ્ર જે રાજાઓ તમને નથી નમતા, તેમને નમાવીને, પછી દીક્ષા લો . Page #87 -------------------------------------------------------------------------- ________________ jainology 87 આગમસાર ઉતરઃ (૬) અન્ય રાજાઓનું દમન કરી તેને નમાવવામાં કોઈ લાભ નથી. લાખો સુભટોને જીતવા કરતાં સ્વયંનું આત્મદમન શ્રેષ્ઠ છે. તેથી અનાદિના દુર્ગુણોની સાથે સંગ્રામ કરવો જોઇએ. બાહ્ય યુદ્ધથી કોઈ લાભ નથી, આત્મવિજયથી જ સુખ થાય છે. ઈન્દ્રઃ યજ્ઞ કરાવી, બ્રામણોને ભોજન તથા દાન કરી, ભોગો ને ભોગવી પછી દીક્ષા લો. ઉતર: (૭) પ્રતિમાસ દસ લાખ ગાયોનું દાન કરવા કરતાં એક દિવસની સંયમ સાધના શ્રેષ્ઠતમ છે. નેજ ધર્મ કરો. અથવા તો ગુહસ્થ જીવન કઠીન છે. તેનાથી પલાયન કરીને સંયમનો સરળ માર્ગ ન લેવો જોઇએ, પરંતુ એ ઘોર ગૃહસ્થાશ્રમમાં રહીને જ વ્રતોનું આરાધન કરવું જોઇએ. ઉતર (૮) કેવલ ઘોર જીવન અને કઠિનાઈઓ યુક્ત જીવનથી મોક્ષ પ્રાપ્ત નથી થતો પરંતુ સમ્યમ્ જ્ઞાન અને વિવેજ્યુક્ત સંયમનું આચરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. માસખમણને પારણે કુશાગ્ર જેટલો આહાર કરે તો પણ તે અજ્ઞાની, શુદ્ધ સંયમીની સમક્ષ અમાવાસ્યા તુલ્ય પણ નથી. ઇન્દ્રઃ સોના, ચાંદીથી ભંડારો ભરીને પછી દીક્ષા લો. ઉતરઃ (૯) ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. સોના-ચાંદીના પહાડ થઈ જાય તો પણ સંતોષ અને ત્યાગ વિના તેની પૂર્ણતા થતી નથી. તેથી આ ઇચ્છાપૂર્તિના લક્ષને છોડી તપ-સંયમનું આચરણ કરવું શ્રેયસ્કર છે. ઇન્દ્રઃ વિધમાન ભોગોને છોડીને,અવિધમાન ભોગો માટે અભિલાશી થયા છો, તો ક્યાંક પસ્તાવાનો વારો ન આવે. ઉતરઃ (૧૦) સંયમી સાધક ભવિષ્યના કામભોગો મેળવવાની આશા અપેક્ષાએ વર્તમાન ભોગોનો ત્યાગ નથી કરતા પરંતુ ભોગોને શલ્ય સમજી સંસાર પ્રપંચથી મુક્ત થવા માટે એનો ત્યાગ કરે છે. તે એમ માને છે કે આ ભોગોની ચાહના માત્ર જ દુર્ગતિ અપાવવાવાળી છે. કામભોગ આશીવિષ સમાન છે તેથી તેની પ્રાપ્તિનું લક્ષ ભિક્ષને હોત નથી. તેથી સંકલ્પ વિકલ્પથી દ:ખી થવાની તેઓને કોઈ સંભાવના નથી. અલ્પ સાંસારિક સુખોનો ત્યાગ કરી અધિક સંસારી સુખની ચાહના કરનારાઓને પશ્ચાત્તાપ કરવો પડે છે. આ શક્રેન્દ્રના અંતિમ પ્રશ્નનો ઉત્તર છે. ક્રોધ, માન, માયા અને લોભ બધા દુર્ગતિના દલાલ છે. તે આ લોક અને પરલોક બંને ને બગાડનારા છે. પરીક્ષામાં નમિ રાજર્ષિને ઉત્તીર્ણ થયેલા જાણીને શક્રેન્દ્ર વાસ્તવિક રૂપમાં પ્રગટ થઈ, વંદન, સ્તુતિ કરીને ચાલ્યા ગયા. નમિ રાજર્ષિ સંયમ ધારણ કરી દઢતાથી આરાધના કરે છે. વિચક્ષણ પંડિત પુરુષોએ પણ આવાજ વૈરાગ્ય અને સાધનાથી મુક્તિમાર્ગમાં પુરુષાર્થ રત થવું જોઇએ. દશમું અધ્યયન : વૈરાગ્યોપદેશ આ અધ્યયનમાં હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર.” આ વાક્યનું અનેક ગાથાઓના અંતિમ ચરણમાં ઉચ્ચારણ કરવામાં આવ્યું છે.(સમય ગોયમાં મા પમાય.) (૧) મનુષ્ય જીવન વૃક્ષના પરિપક્વ(પીળા પડી ગયેલા) પાંદડાની સમાન અસ્થિર છે. તૃણના અગ્ર ભાગે રહેલ જાકળના બિંદુ સમાન ચંચળ છે. “તેથી હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કરવો.' (૨) ક્ષણભંગુર જીવન હોવા છતાં અનેક સંકટોથી ભરપૂર છે, તેથી અવસર જોઈ ધર્મપુરુષાર્થ કરવામાં ક્ષણ ભરનો પણ પ્રમાદ ન કરવો જોઇએ. “તેથી હે ગૌતમ! સમય માત્રનો પ્રસાદ ન કરવો.' (૩) પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, નરક, દેવ આ અગિયાર સ્થાનોને પાર ક્ય પછી ચિરકાળે પુણ્યયોગે. મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. તેમાં પણ કેટલાકને આર્યક્ષેત્ર, ઉત્તમકુલ, પરિપૂર્ણ અંગોપાંગ, સધર્મનું શ્રવણ અને શ્રદ્ધા- પ્રતીતિનું મળવું ઉત્તરોત્તર દુર્લભ છે. (૪) તેનાથી વિપરીત અનાર્ય ક્ષેત્ર, ચોર,ડાકુ,કસાઈ કુળ તથા અંધપણું, બહેરાપણું, લંગડાપણું, લૂલાપણું અને રોગ યુક્ત શરીર પ્રાપ્ત થાય છે. કુતીર્થ(મિથ્યાત્વી) ની સંગતિ અને વિપરીત માન્યતાવાળી બુદ્ધિ એટલે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. (૫) હે દેવાનુપ્રિય! પાંચ ઇન્દ્રિય અને શરીરનું બળ ઘટતું જાય છે તેથી સુંદર અવસરયુક્ત માનવભવ પ્રાપ્ત ર્યા પછી ધર્મ પુરુષાર્થ કરવામાં ક્ષણભર પણ વિલંબ ન કરવો જોઇએ. (૬) અનેક રોગો શરીરને નષ્ટ–ભ્રષ્ટ કરી નાખે છે તેથી આ સંસારમાં જળકમળવત્ રહી સંપૂર્ણ ધન પરિવારના મમત્વના બંધનનો ત્યાગ કરી, સંયમ સ્વીકાર કરવો જોઇએ. (૭) હે ગૌતમ! સંપૂર્ણ સંસાર પ્રવાહને પાર કરી, સંયમ પ્રાપ્ત કરી, હવે અટકો નહિ, પરંતુ શીધ્ર શુદ્ધ ભાવોની શ્રેણિની વૃદ્ધિ કરી, કર્મક્ષય માટે પ્રયત્નશીલ રહો. આ પ્રકારે મનુષ્ય ભવની દુર્લભતા, ક્ષણભંગુરતા અને દુઃખમય જીવનને સમજી પ્રત્યેક પ્રાણી મોક્ષ પ્રદાયક અપ્રમત્ત ભાવ યુક્ત સંયમમાં ઉપસ્થિત થાય. અગિયારમું અધ્યયનઃ બહુશ્રુત મહાતમ્ય (૧) વિદ્યાહીન, અભિમાની, સરસ આહારનો લોલુપી, અજિતેન્દ્રિય અને અસંબદ્ધ પ્રલાપી તથા અતિભાષી; એ અવિનીત હોય છે. (૨) ક્રોધી, માની, પ્રમાદી(અનેક અન્ય કાર્યોમાં કે ઇચ્છાપૂર્તિમાં વ્યસ્ત), રોગી અને આળસુ; એ ગુરુ પાસેથી શિક્ષા(જ્ઞાન) લાભ કરી શકતા નથી. (૩) હાસ્ય ન કરનાર, ઇન્દ્રિય અને મન ઉપર કાબૂ રાખનાર, માર્મિક વચન ન બોલનાર, સદાચારી, દુરાચરણનો ત્યાગી, રસલોલુપતા રહિત, ક્રોધ રહિત અને સત્યપરાયણ, આ ગુણવાળા શિક્ષા (અધ્યયન) પ્રાપ્તિને યોગ્ય છે. (૪) જે વારંવાર ક્રોધ કરે છે, ક્રોધને ચિરકાળ સુધી ટકાવી રાખે છે, મિત્રોને ઠુકરાવે છે, શ્રુતનું ઘમંડ કરે છે, અતિઅલ્પ ભૂલ થતાં તેનો તિરસ્કાર કરે છે, મિત્રની પીઠ પાછળ નિંદા કરે છે, જે દ્રોહી છે, અસંવિભાગ અને અપ્રીતિકર સ્વભાવવાળો છે તે અવિનીત કહેવાય છે. તે મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ (૫) ઉક્ત અવગુણોને દૂર કરી ગુણોને ધારણ કરનાર અને નમ્રવૃતિ, અચપલ, અમાયાવી, અકુતૂહલી, ક્લેશ કદાગ્રહથી દૂર રહેનાર, કુલીન, લજ્જાવાન, બુદ્ધિમાન મુનિ સુવિનીત કહેવાય છે. (૬) ગુરુકુળવાસમાં રહીને શિષ્ય ઉક્ત ગુણયુક્ત બનવું જોઈએ. પ્રિયંકર અને પ્રિયવક્તા શિષ્ય, શ્રતનું વિશાળ અધ્યયન કરી બહુશ્રુત બને છે. (૭) બહુશ્રુત જ્ઞાન સંપન્ન મુનિ સંઘમાં અતિશય શોભાયમાન હોય છે. તેને માટે વિવિધ ઉપમાઓ આ અધ્યયનમાં કહેવામાં આવી. છે. જે આ પ્રમાણે છે.૧. બહુશ્રુત મુનિ શંખમાં રાખવામાં આવેલ દૂધ સમાન સંઘમાં શોભાયમાન હોય છે, ૨. ઉત્તમ જાતિના અશ્વ સમાન મુનિઓમાં શ્રેષ્ઠ હોય છે, ૩. પરાક્રમી યોદ્ધા સમાન અજેય હોય છે, ૪.હાથણીઓથી ઘેરાયેલા હાથી સમાન અપરાજિત હોય છે, ૫. તીણ શિંગડા અને પુષ્ટ સ્કંધવાળા બળદ પોતાના યૂથમાં સુશોભિત હોય છે તેમ તે સાધુ સમુદાયમાં પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને જ્ઞાનથી પુષ્ટ થઈ સુશોભિત હોય છે, દ. આ રીતે તે મુનિ પશુઓમાં નિર્ભય સિંહ સમાન હોય છે, ૭. અબાધિત બળમાં વાસુદેવ સમાન હોય છે, ૮, ઐશ્વર્યમાં ચક્રવર્તી સમાન હોય છે, ૯. દેવતાઓમાં શક્રેન્દ્ર સમાન હોય છે, ૧૦. અજ્ઞાન અંધકાર નાશ કરવામાં સૂર્ય સમાન હોય છે, ૧૧. તારાઓમાં પ્રધાન પરિપૂર્ણ ચંદ્ર સમાન હોય છે, ૧૨. પરિપૂર્ણ કોઠારો-ભંડારોની સમાન જ્ઞાન-ધનથી સમૃદ્ધ હોય છે, ૧૩. શ્રેષ્ઠ જેબૂ સુદર્શન વૃક્ષ સમાન હોય છે, ૧૪. નદીમાં સીતા નદી સમાન વિશાળ હોય છે, ૧૫. પર્વતમાં મેરુ પર્વતની સમાન ઉચ્ચ હોય છે, ૧૬. સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર સમાન વિશાળ અને ગંભીર હોય છે. આવા શ્રેષ્ઠ અને ઉત્તમગુણવાળા બહુશ્રુત ભગવંત શ્રુત પ્રદાનકર્તા અને સમાધાનકર્તા હોય છે. તથા ચર્ચાવાર્તામાં અજેય હોય છે તેથી મોક્ષના ઇચ્છુક સંયમ પથિક પ્રત્યેક સાધકે શ્રુત સંપન બનવું જોઈએ અને તે શ્રુતથી સ્વ–પરનું કલ્યાણ કરવું જોઇએ. બારમું અધ્યયન હરિકેશી મુનિ (૧) શુદ્ર જાતિમાં જન્મ પ્રાપ્ત ર્યા પછી પણ કોઈક જીવ જ્ઞાન અને તપ-સંયમ ઉપાર્જન કરી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. (૨) ચાંડાલ કુલોત્પન હરિકેશ બલ' નામના અણગારના સંયમ તપોબળથી પ્રભાવિત થઈ યજ્ઞ કરનાર પુરોહિત, અધ્યાપક અને બાળક,- સત્ય ધર્મ, ભાવયજ્ઞ અને ભાવ સ્નાનનું સ્વરૂપ સમજ્યા. (૩) યક્ષ પણ મુનિથી પ્રભાવિત થઈ સમયે-સમયે તેમની સેવામાં ઉપસ્થિત થતો હતો. તેના નિમિત્તે ભદ્રા રાજકુમારી અને બ્રાહ્મણો મુનિથી પ્રભાવિત થયા. યજ્ઞ શાળામાં જાતિવાદને આગળ કરી મુનિને ભિક્ષા આપવાનો ઇન્કાર કર્યો, તદુપરાંત મુનિ સાથે અભદ્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો. ભદ્રાએ બાળકોને ઉપાલંભ આપતાં કહ્યું કે તમે આ મુનિની અવહેલના કરો છો તે પર્વતને નખથી ખોદવા સમાન, લોખંડને દાંતથી ચાવવા સમાન અને અગ્નિને પગથી કચડવા સમાન મૂર્ખતા કરી રહ્યા છો. ભિક્ષાકાળમાં ભિક્ષુનું અપમાન કરવું, પતંગિયાઓના અગ્નિમાં પડવા અને ભસ્મ થવા બરાબર છે. ત્યારબાદ યક્ષનો વિકરાળ ઉપદ્રવ થવાથી પુરોહિત અને પુરોહિત પત્ની ભદ્રાએ મુનિનો અનુનય વિનય કરી યક્ષને શાંત ર્યો. ઉપદ્રવ દૂર થયા બાદ તેઓએ મુનિને આદરપૂર્વક આહાર આપ્યો. (૪) હરિકેશમુનિને ભિક્ષા દેતાં યજ્ઞશાળામાં પંચદિવ્ય વૃષ્ટિ થઈ. જેથી લોકમાં સ્પષ્ટ પ્રતીતિ થઈ કે જાતિની અપેક્ષા અધિક મહત્વ તપ,સંયમ અને શીલનું છે. ત્યાં દ્રવ્ય યજ્ઞકર્તાઓની અપેક્ષાએ મુનિનો ભાવયજ્ઞ વિશેષ પ્રભાવક રહ્યો. (૫) ત્યારબાદ મુનિએ ઉપદેશ આપ્યો. અગ્નિ અને પાણી દ્વારા બાહ્ય શુદ્ધિ થાય છે, નહિ કે આત્માની. તેઓની જિજ્ઞાસાનું સમાધાન કરતા મુનીએ સમજાવ્યું કે છકાયના જીવોની કિંચિત્ પણ હિંસા ન કરવી, તેમજ કરવાની પ્રેરણા પણ ન આપવી, જૂઠ અને અદત્તનો ત્યાગ કરી, સ્ત્રી તથા પરિગ્રહથી અને ક્રોધાદિ કષાયથી નિવૃત્ત થવું તે જ સાચો મહાયજ્ઞ છે. (૬) આ ભાવયજ્ઞમાં આત્મા જ્યોતિ સ્થાને છે, તપ અગ્નિ છે, મન,વચન અને કાયા ઘી નાખવાનો ચાટવો છે, શરીર કડાઈ છે અને કર્મ કાષ્ઠ છે. સંયમ યોગ, સ્વાધ્યાય,ધ્યાન આદિ શાંતિ પાઠ છે. આ ઋષિઓનો પ્રશસ્ત યજ્ઞ છે. અકલુષિત અને પ્રશસ્ત લેશ્યાવાળો સંયમ જ ધર્મજલનો હોજ છે, બ્રહ્મચર્ય શાંતિ તીર્થ છે; પ્રશસ્ત અધ્યવસાય નિર્મળ જળ છે, જેમાં સ્નાન કરી મુનિ શીતલતા- કર્મમલ રહિત અવસ્થા રૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. એ જ ઋષિઓનું પ્રશસ્ત મહાજ્ઞાન છે. તેરમું અધ્યયન ચિત્ત સંભૂતિ કથાઃ ચિત્ત સંભૂતિ એ પૂર્વમાં પાંચ ભવ સાથે ર્યા હતાં. શુદ્ર કુળમાં જન્મ થવાથી વારંવાર અપમાનીત થયા અને અંતમા દીક્ષા લીધા પછી પણ જ્યારે તેમને કુળના કારણે અપમાનીત થવું પડ્યું, ત્યારે સંભૂતિએ ક્રોધમાં તેજો વેશ્યાનો ઉપયોગ કર્યો. ચક્રવર્તી તેમની ક્ષમા માંગવા આવે છે, ચક્રવર્તી ની રુધ્ધિ જોઈ સંભૂતિ, એ રુધ્ધિ માટે નિયાણું કરે છે. (૧) નિદાનના બળે સંભૂતિ મુનિએ ચક્રવર્તી પદની પ્રાપ્તિ કરી પરંતુ હવે તે ધર્મનું આચરણ કરી શકતા નથી. (૨) પૂર્વ ભવોના સાથી બંધુ ચિત્તમુનિના પરિચયથી તેણે બોધને પ્રાપ્ત કર્યું ત્યારે પોતાને હાથીની જેમ કીચડમાં ફસાયેલો જાણ્યા છતાં નિયાણાને કારણે કામ–ભોગનો ત્યાગ કરી શક્યા નહિં અને શ્રાવક વ્રતોને પણ ધારણ કરી શક્યા નહિં જેથી મૃત્યુ પામી નરકમાં ગયા. (૩) કર્મોના શુભાશુભ ફળ પ્રત્યેક આત્માની સાથે જ રહે છે. કર્મ ઉદયમાં આવ્યા વિના છૂટી શકતા નથી. Page #89 -------------------------------------------------------------------------- ________________ jainology | 89 આગમસાર ( કડાણ કમ્માણ ન મોક્ક્સ અસ્થિ )(૪) બ્રહ્મદત્તે પોતાની ભાવના અનુસાર ચિત્તમુનિનું સ્વાગત કરતાં ભોગોને ભોગવવાનું આમંત્રણ આપ્યું, ત્યારે ચિત્તમુનિએ ગીતોને વિલાપ તુલ્ય, નાટકોને વિટંબના સમાન, આભૂષણોને ભારરૂપ અને કામભોગોને દુઃખકારી કહી; વિરક્ત મુનિ જીવનને અનુપમ સુખમય બતાવ્યું. (૫) મૃગના સમૂહમાંથી કોઈ એક મૃગને સિંહ ઉપાડી જાય અને ફાડી નાંખે તો અન્ય કોઈપણ મૃગ તેનું રક્ષણ કરી શકતા નથી. તે પ્રકારે મૃત્યુ આવતાં કોઈપણ સંસારી કુટુંબીજનો સહાયભૂત થતા નથી. તેમજ દુર્ગતિમાં પ્રાપ્ત થતા દુઃખોમાં પણ ભાગ પડાવી શકતા નથી. મૃત્યુ પામતા માનવીના શબના અગ્નિ સંસ્કાર ર્યા બાદ લોકો તેના ધન– સંપત્તિના સ્વામી બની જાય છે. ઉક્ત માર્મિક, હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળ્યા છતાં બ્રહ્મદત્ત રાજા આંશિક પણ ધર્મનું આચરણ કરી શકયો નહીં અને સંપૂર્ણ વિરક્ત ચિત્તમુનિએ પણ તેના ભોગના આમંત્રણનો સ્વીકાર ર્યો નહીં. ચિત્તમુનિએ સંયમ–તપનું આરાધન કરી મુક્તિ પ્રાપ્ત કરી અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ભોગોમાં આસક્ત બની નરકમાં ગયો. ચૌદમું અધ્યયન : ભૃગુ પુરોહિત...ઇક્ષુકારિય પ્રાસંગિક કથા :– છ જીવ સંયમ પાલન કરી દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી ક્રમશઃ રાજા, રાણી, પુરોહિત, પુરોહિત પત્ની બન્યા. બાકીના બે દેવ કાલાંતરે પુરોહિતના પુત્ર રૂપે અવતર્યા. આ અધ્યયનમાં સંયમ સ્વીકાર કરવાની ભાવનાવાળા પુત્રોનો માતા–પિતા સાથેનો તાત્ત્વિક સંવાદ છે. ત્યાર પછી વૈરાગ્ય વાસિત પુરોહિતનો, પત્ની સાથે સંવાદ છે અને અંતમાં રાણીએ રાજાને ઉદ્બોધન ક્યું. ક્રમશઃ છયે આત્મા વૈરાગ્યવાસિત બની સંયમ સ્વીકાર કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. આ રીતે તે જ ભવે મુક્તિ ગામી બન્યા. (૧) સંયમ લેતાં પૂર્વે માતા–પિતાની અનુમતિ મેળવવી આવશ્યક છે. તે જ પ્રકારે પતિ-પત્નીએ પણ પરસ્પર સ્વીકૃતિ લેવી આવશ્યક છે. (૨) વેદોનું અધ્યયન ત્રાણભૂત થતું નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી નરક– ગમનમાંથી મુક્તિ મળી શકતી નથી અને કુપાત્ર સંતાન પણ સદ્ગતિ આપી શકતા નથી. (૩) કામ ભોગો ક્ષણ માત્રનું સુખ અને બહુકાળનું દુઃખ આપનારા છે. તે દુઃખરૂપ અનર્થોની ખાણ છે. મુક્તિમાં જતાં જીવોને અવરોધરૂપ છે. (૪) કામભોગોમાં અતૃપ્ત માનવ રાત-દિન ધન પ્રાપ્તિની શોધમાં વ્યસ્ત રહે છે ; અંતે કાળના પંજામાં ફસાઈ જાય છે. તેથી ક્ષણમાત્રનો પણ પ્રમાદ ન કરવો જોઇએ. (૫) આ લોક કે પરલોકના ઐહિક સુખો મેળવવાના લક્ષે ધર્મ કરવો નહી પરંતુ સંપૂર્ણ કર્મક્ષય કરવા અને ભવ પરંપરાનું છેદન કરવા માટે ધર્મ કરવામાં આવે છે. આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ કરવાના હેતુએ તપ–સંયમનો સ્વીકાર કરવામાં આવે છે. (૬) જેમ અરણીના લાકડામાં અગ્નિ, તલમાં તેલ અને દૂધમાં ઘી છે પણ દેખાતું નથી. તે ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે પરંતુ આત્માનું આ સ્વરૂપ નથી, તે તો અરૂપી હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય પણ નથી અને અમૂર્ત હોવાથી નિત્ય શાશ્વત છે. આત્મ પરિણામોથી જ નવા કર્મબંધ થાય છે અને કર્મબંધ જ સંસારનો હેતુ છે. તેથી કર્મક્ષય કરવા સંયમ–તપનો સ્વીકાર કરવો પરમ આવશ્યક છે. (૭) આ સંપૂર્ણ સંસાર મૃત્યુથી પીડિત અને જરાથી ઘેરાયેલ છે. વ્યતીત થયેલા દિવસ-રાત ફરીને આવતા નથી. તેથી વર્તમાનમાં જ ધર્મ કરી લેવો. (૮) જેણે મૃત્યુની સાથે મિત્રતા બાંધી નથી, મૃત્યુથી પલાયન થવાની શક્તિ કેળવી નથી, મૃત્યુનું નિશ્ચય જ્ઞાન મેળવ્યું નથી; તેણે ધર્મને કયારેય પછીના ભરોસે છોડવો નહી. (૯) જે રીતે સર્પ કાંચળીનો ત્યાગ કરી નિરાસક્ત ભાવે ચાલ્યો જાય છે તે રીતે વિરક્તમુનિ સંસારના સમસ્ત સંયોગો અને ભોગોને છોડી દે છે. (૧૦) રોહિત મત્સ્ય જાળ કાપીને બહાર નિકળી જાય છે, તેમ ધીર પુરુષ મોહ જાળને કાપી મુક્તવિહારી શ્રમણ બની જાય છે. (૧૧) એકબીજાના નિમિત્તે પણ સંયમ પ્રાપ્તિ થઈ શકે છે. તેથી નિમિત્ત મળતાં સંયમથી વંચિત્ત ન રહેવું. (૧૨) ધન અને કામભોગોને છોડી જીવે અવશ્ય એકલા જ જવું પડે છે. (૧૩) ભૌતિક સુખો પક્ષીના મુખમાં રહેલા માંસના ટુકડા સમાન દુઃખદાયી છે. માંસના ટુકડાનો ત્યાગ કરવાથી પક્ષી કલહ રહિત થઈ શકે છે. તે પ્રકારે પરિગ્રહ મુક્ત મુનિ પણ પરમ સુખી બને છે. (ઉતરાધ્યન સૂત્રના ૩૬ અધ્યયન ભાષાંતર વાળા મૂળ સૂત્રોમાં થી વાંચવા. અત્યંત જ્ઞાનપૂર્ણ અને રસપ્રદ કથાઓ સાથેના એ અધ્યયનો ને સંક્ષિપ્ત કરવા કઠીન છે. વૈરાગ્યથી ભરેલી એની કેટલીક ગાથાઓ કંઠસ્થ કરવાથી જીવને ઉતમ જ્ઞાન અને પરમ શાંતિનો અનુભવ થાય છે. દિવાના અજવાળે તથા ઉગાળે મોઢે શાન આરાધના ન કરવી . ભગવદ આજ્ઞા પ્રમાણે જ જ્ઞાન પ્રાપ્ત કરવું આત્માને માટે ક્ષેયકર હોય છે.) પંદરમું અધ્યયન : ભિક્ષુ ગુણ આ અધ્યયનમાં ભિક્ષુના અનેક વિશિષ્ટ તેમજ સામાન્ય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ભિક્ષુ સરલ આત્મા, જ્ઞાનાદિ સહિત, સંકલ્પ–વિકલ્પોનું છેદન કરનાર, પરિચય અને ઇચ્છાઓને ન વધારનાર, અજ્ઞાત ભિક્ષાજીવી, રાત્રિ આહાર-વિહારથી મુક્ત, આગમના જાણકાર, આત્મરક્ષક અને મૂર્છા રહિત હોય છે. (૨) આક્રોશ અને વધને સમ્યક્ પ્રકારે સહન કરનારા અને હર્ષ શોક ન કરનારા ભિક્ષુ હોય છે. (૩) શયન—આસન, શીત–ઉષ્ણ, ડાંસ–મચ્છરથી વ્યગ્ન ન થનારા, વંદન–પ્રશંસાની અપેક્ષા ન રાખનારા, આત્માર્થી, તપસ્વી, મોહોત્પાદક સ્ત્રી પુરુષોની સંગતિ ન કરનારા, કુતૂહલ રહિત ભિક્ષુ હોય છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ (૪) પાપ શાસ્ત્રો અર્થાતુ જ્યોતિષ, મંત્ર-તંત્ર, ઔષધ-ભેષજ નો પ્રયોગ ન બતાવનારા, રોગ આવવા છતાં કોઈ વૈદ્ય આદિનું શરણ ન લેનારા, ચિકિત્સાનો પરિત્યાગ કરનારા ભિક્ષુ કહેવાય છે. (૫) રાજા આદિ ક્ષત્રિયો તથા શિલ્પીઓ કે અન્ય ગૃહસ્થો સાથે ઐહિક પ્રયોજન સંપર્ક–પરિચય ન કરે તે ભિક્ષુ છે. (૬) આહાર આદિ ન દેવા પર અપ્રસન્ન ન થાય, દેનારા ઉપર પ્રસન્ન થઈ આશીર્વચન ન કહે, નિરસ એટલે સામાન્ય આહાર મળતાં નિંદા ન કરે, સામાન્ય ઘરોમાં ભિક્ષાર્થે જાય, તે ભિક્ષુ કહેવાય છે. (૭) ભયાનક શબ્દોથી અને ભયસ્થાનોથી ભયભીત ન બને તે ભિક્ષુ છે. (૮) જીવોના દુઃખોને જાણી તેને આત્મવત્ સમજનારા, આગમ જ્ઞાનમાં કોવિદ, પરીષહ વિજેતા, ઉપશાંત, મંદ કષાયી, કોઈને અપમાનિત કે ખેદિત ન કરનારા, અલ્પભોજી, ઘરને છોડી એકત્વભાવમાં લીન રહી વિચરણ કરે તો તે ભિક્ષુ છે. સોળમું અધ્યયન બ્રહ્મચર્ય સમાધિ બ્રહ્મચર્ય વ્રતની સુરક્ષા માટે અને આત્મસમાધિ ભાવોને કેળવવા માટે નીચે બતાવેલ સાવધાની રાખવી જરૂરી છે. (૧) સ્ત્રી આદિ સાથે એક મકાનમાં ન રહેવું. (૨) રાગવૃદ્ધિ કરવાવાળી સ્ત્રી-સંબંધી વાર્તા ન કરવી તેમજ ન સાંભળવી. (૩) સ્ત્રીઓ સાથે વારંવાર વાર્તા તેમજ અધિક સંપર્ક ન કરવો. (૪) સ્ત્રીઓના અંગોપાંગ એકીટશે ન જોવા. (૫) સ્ત્રીના રુદન, હાસ્ય, ગીત, કંદન આદિ શબ્દ શ્રવણમાં આસક્ત ન થવું. (૬) પૂર્વાશ્રમનું સ્ત્રી સંબંધી વિષયોનું સ્મરણ, ચિંતન, મનન ન કરવું. (૭) શીઘ્ર વાસનાની વૃદ્ધિ કરાવનારા ઉત્તેજક, પૌષ્ટિક ખાદ્યપદાર્થ, રસાયણ– ઔષધિઓનું સેવન ન કરવું. દૂધ, ઘી આદિ વિગયોનો અમર્યાદિત તથા નિરંતર ઉપયોગ ન કરવો. (૮) ઠાંસી ઠાંસીને ન ખાવું. ૯) શરીરની વસ્ત્ર આદિથી શૃંગાર શોભા ન કરવી, વિભૂષાવૃત્તિનો ત્યાગ કરવો. (૧૦) શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ પાંચે મનોજ્ઞ વિષયોની આસક્તિનો ત્યાગ કરવો. પાંચે ઈન્દ્રિયનો નિગ્રહ કરવો. આ પ્રમાણે બ્રહ્મચર્ય-સંયમના બાધક સ્થાનોનો ત્યાગ કરવો. પૂર્ણ સમાધિ ભાવયુક્ત દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરનારા નિને દેવ દાનવ પણ નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યના પાલનથી જીવ સંયમની આરાધના કરી મુક્ત બની જાય છે. સત્તરમું અધ્યયન પાપી શ્રમણ પરિચય જે સંયમ સ્વીકાર ર્યા બાદ સાધનાથી ટ્યુત થઈ વિપરીત આચરણ કરે છે, તેને આ અધ્યયનમાં પાપી શ્રમણ” ની સંજ્ઞાથી સૂચિત્ત કરવામાં આવ્યા છે. (૧) જે શ્રુત અધ્યયનમાં તલ્લીન રહેતા નથી. (૨) નિદ્રાશીલ હોય એટલે ખાઈ, પીને દિવસે પણ સૂઈ રહે. (૩) આચાર્ય–ઉપાધ્યાય કોઈ થાય કોઈ સચના પ્રેરણા કરે ત્યારે ક્રોધ કરે. તેમનો સમ્યક વિનય, સેવા-ભક્તિ ન કરે ઘમંડી બને. (૪) જીવ રક્ષા અને યતનાનું લક્ષ ન રાખનારા. (૫) ભૂમિનું પ્રતિલેખન ક્યૂ વિના જ્યાં-ત્યાં બેસનારા. જોયા વિના ગમનાગમન કરનારા. (૬) શીધ્ર અને ચપલગતિએ ચાલનારા. (૭) પ્રતિલેખનની વિધિનું પાલન ન કરનારા. (૮) માયાવી, લાલચી, ઘમંડી, વાચાળ, મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ ન કરનારા, અસંવિભાગી અને અપ્રિય સ્વભાવવાળા. (૯) વિવાદ, કલહ અને કદાગ્રહશીલ સ્વભાવવાળા. (૧૦) જ્યાં ત્યાં ફરતા રહેનાર, અસ્થિર આસનવાળા. (૧૧) શયનવિધિનું પાલન ન કરવાવાળા અર્થાત્ ઉતાવળે સૂઈ જનારા. (૧૨) વિગયોનું વારંવાર સેવન કરનારા અને તપશ્ચર્યા ન રા. (૧૩) સવારથી સાંજ સુધી ખાનારા. (૧૪) અસ્થિર ચિત્ત થઈ ગણ–ગચ્છમાં વારંવાર પરિવર્તન કરનારા. (૧૫) નિમિત બતાવનારા યંત્ર, મંત્ર, તંત્ર તથા વિદ્યા આદિનો પ્રયોગ કરી ગૃહસ્થોને બતાવનારા. (૧૬) સામુદાનિક(અનેક ઘરોની)ભિક્ષા ન કરનારા, નિત્ય એક જ ઘરથી આમંત્રણ સ્વીકારી આહાર–પાણી લેનારા, ગૃહસ્થના આસન શયનનો ઉપયોગ કરનારા. ઉક્ત આચરણ કરનારા પાપી શ્રમણ કહેવાય છે. તેઓ આ લોકમાં નિન્દા પાત્ર થતાં શિથિલાચારી કહેવાય છે અને આ લોક તથા પરલોકને બગાડે છે. તેનાથી વિપરીત એટલે શુદ્ધ સંયમ પાલન કરનારા અર્થાત્ ઉક્ત દોષોનો પરિત્યાગ કરનારા સુવતી મુનિ આ લોકમાં અમૃતની સમાન પૂજિત બને છે અને પરલોકના આરાધક બને છે. અઢારમું અધ્યયન: સંયતિ મુનિ પ્રાસંગિક – એકદા સંયતિ રાજા હરણનો શિકાર કરી રહ્યા હતા, હરણ ભયભીત થઈ દોડી રહ્યું હતું. હરણને બાણ વાગ્યું. ઉદ્યાનમાં પ્રશાંત ચિત્ત મુનિની પાસે જઈ હરણ પડી ગયું. સંયતિ રાજા તે હરણને શોધતાં-શોધતાં આવ્યા. મુનિ પાસે મૃગને પેડેલો જોઈ રાજાને થયું–નક્કી આ ઋષિનો મૃગ હશે. હવે તે મને શ્રાપ આપશે તો.? તેઓએ ભયભીત થઈ મુનિ પાસે ક્ષમાની પ્રાર્થના કરી. ત્યારબાદ મુનિનો ઉપદેશ સાંભળી તેઓએ સંયમ ગ્રહણ ક્ય. સંયમમાર્ગમાં વિચરણ કરતાં તેમનો ક્ષત્રિય રાજર્ષિ સાથે સમાગમ થયો. તે ક્ષત્રિય રાજર્ષિએ આત્મીયતા વ્યક્ત કરી અને તેમને ઉદાહરણો દ્વારા તપ–સંયમમાં સદા સ્થિર રહેવાની શિક્ષા–પ્રેરણા કરી (૧) આ જીવને બીજા નિરપરાધી પ્રાણીઓને મારતી વખતે સહેજ પણ વિચાર નથી આવતો પરંતુ જ્યારે પોતાની ઉપર આંશિક આપત્તિની સંભાવના પણ હોય તોપણ ગભરાઈને દીનતાનો સ્વીકાર કરી લે છે. (૨) અનિત્ય એવા આ જીવનમાં સ્વયંનું મૃત્યુ પણ અવશ્ય થવાનું છે, કોઈ અસર નથી રહેવાનું, તેથી હિંસા આદિમાં મગ્ન રહેવાથી કોઈ લાભ નથી. Page #91 -------------------------------------------------------------------------- ________________ jainology | આગમસાર (૩) સર્વસ્વ છોડી એક દિવસ અવશ્ય જવું તો પડશે જ, આ જીવન વીજળી સમાન ચંચળ છે; છતાં પ્રાપ્ત થયેલ રાજ્ય આદિમાં પ્રાણી આસક્ત થઈ પરલોકનો વિચાર કરતો નથી, તે અજ્ઞાન દશા છે. (૪) સગા—સંબંધીનો સાથ પણ જ્યાં સુધી માણસ જીવતો છે ત્યાં સુધી જ છે. મૃત્યુ બાદ કેવલ શુભઅશુભ કર્મજ સાથે આવે છે. પરિવારના સભ્યો પણ મૃત્યુ પછી ઘરમાં રાખતા નથી. (૫) સંસારમાં અનેક એકાંતવાદી ધર્મ છે. એકાંત હોવાથી તેનું કથન યુક્તિ સંગત નથી હોતું, તેથી સમ્યક્ તત્ત્વોની શ્રદ્ધા સાથે સમ્યક્ ધર્મમાં સ્થિર રહેવું જોઇએ. ટૂંકમાં સાર એ છે કે—કોઈપણ સિદ્ધાન્તવાળા હોય પણ જો પાપકાર્યમાં અનુરક્ત રહે તો દુર્ગતિને પ્રાપ્ત કરે છે અને જે પાપનો ત્યાગ કરી અહિંસક, દયામય, આર્યધર્મનું આચરણ કરે છે તે દિવ્યગતિને પ્રાપ્ત કરે છે. (૬) લોકમાં દેખાતા વિભિન્ન એકાન્તવાદી સિદ્ધાન્ત મિથ્યા છે અને નિરર્થક છે; તેવું જાણી સ્યાદ્વાદમય સમ્યક્ નિષ્પાપ માર્ગનું અનુસરણ કરવું જોઇએ. 91 (૭) દસ ચક્રવર્તી રાજાઓએ પણ સંપૂર્ણ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરી સંયમ–તપની આરાધનાથી મુક્તિ મેળવી. બે ચક્રવર્તીએ (આઠમા સુભૂમ અને બારમા બ્રહમદત ) સાંસારિક સુખમાં આસક્ત બની સંયમ અંગીકાર ન ક્યોં તો તેઓ આસક્ત દશામાં જ મૃત્યુ પામી નરકમાં ગયા. (૮) દશાર્ણભદ્ર રાજા, નમિ રાજા, કરકંડુ, દુર્મુખ, નગતિ રાજા, ઉદાયન રાજા, શ્વેત રાજા, વિજય, મહાબલ ઇત્યાદિ મોટા મોટા રાજાઓએ સંયમ ધારણ કરી આત્મ કલ્યાણ ર્ક્યુ. આ પ્રમાણે જાણીને શૂરવીર મોક્ષાર્થી સાધકે મોક્ષ માર્ગમાં દઢતાપૂર્વક પરાક્રમ કરવું જોઇએ. ઓગણીસમું અધ્યયન ઃ મૃગાપુત્ર પ્રાસંગિક : સંત દર્શનથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં નરક આદિ ભવોને જોઈને ભોગોથી વિરક્ત થાય છે. દીક્ષાની અનુમતિ માંગતા માતા–પિતા સાથે થયેલ રોચક સંવાદનું વર્ણન તથા નરકગતિના દુ:ખોનું ભયાનક વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. સંયમની દુષ્કરતા બતાવતાં મહાવ્રતોનું અને અનેક આચારોનું વર્ણન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. છેલ્લે મૃગાપુત્ર આજ્ઞા પ્રાપ્ત કરી, સંયમ સ્વીકારી એકલા જ વિચરણ કરી સંયમ–તપની ઉત્કૃષ્ટ આરાધના કરી, એક માસનું અનશન કરી, સર્વકર્મોનો ક્ષય કરી મુક્ત થયા. (૧) જાતિ સ્મરણ જ્ઞાન અધ્યવસાયોની શુદ્ધિ યુક્ત અનુપ્રેક્ષાથી અને જ્ઞાનાવરણીય તેમજ મોહનીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનથી ઉત્કૃષ્ટ પૂર્વના નિરંતર સંશીઅવસ્થાના ૯૦૦ ભવોનું, તેમજ તે ભવોના આચરણનું અને સંયમ વિધિઓનું જ્ઞાન થઈ શકે છે. તેથી સ્વતઃ જીવને ધર્મબોધ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. મૃગાપુત્ર દીક્ષાની અનુમતિ માંગતા ઃ (૨) કામભોગ કિંપાક ફળ સમાન ભોગવવામાં(સેવન કરતાં સમયે)સુંદર અને મિષ્ટ લાગે છે પણ તેનું પરિણામ કટુ છે અર્થાત્ દુ:ખદાયી છે. (૩) આ શરીર અનિત્ય, અશુચિમય, અશાશ્વત અને ક્લેશનું ભાજન છે. તેને પહેલાં કે પછી અવશ્ય છોડવું જ પડશે. પાણીના પરપોટાની સમાન આ જીવન ક્ષણભંગુર છે. (૪) સંસારમાં જન્મ, જરા, રોગ અને મરણ એ ચાર મહા દુઃખ છે. બાકી તો આખોય સંસાર દુ:ખમય છે. (૫) સંસારરૂપી અટવીમાં ધર્મરૂપી ભાતું લીધા વિના પ્રવાસ કરનારા જીવ રોગ આદિ દુઃખોથી પીડિત થાય છે. માતા–પિતા સંયમની દુષ્કરતા બતાવતા :– (૬) સમસ્ત પ્રાણિઓ પ્રત્યે કે વેરવિરોધ રાખનારાઓ પ્રત્યે પણ સમતાભાવ ધારણ કરવારૂપ અહિંસાનું પૂર્ણ પાલન કરવું દુષ્કર છે (૭) સદા અપ્રમત્ત ભાવે, હિતકારી અને સત્ય ભાષા ઉપયોગપૂર્વક બોલવી દુષ્કર છે. (૮) પૂર્ણ રૂપે અદત્તને ત્યાગી નિર્વધ અને એષણીય આહાર આદિ ગ્રહણ કરવા કઠિન છે. (૯) સમસ્ત કામભોગોનો ત્યાગ કરવો અને વિવિધ સંગ્રહ પરિગ્રહનો તેમજ તેના મમત્વનો પરિત્યાગ કરવો અતિ દુષ્કર છે. (૧૦) રાત્રિ ભોજનનો ત્યાગ કરવો અને ખાદ્ય પદાર્થ કે ઔષધ ભેષજનો સંગ્રહ ન કરવો દુષ્કર છે. (૧૧) બાવીસ પરીષહ સહેવા, લોચ કરવો તથા વિહાર કરવો અતિ કષ્ટમય છે. (૧૨) જીવનભર જાગૃતિ પૂર્વક આ બધા જ સંયમ ગુણોને ધારણ કરવા એટલે.... કે તે−૧. લોખંડનો મોટો બોજ કાયમ ઉપાડી રાખવા સમાન છે.ર. ગંગાનદીના પ્રતિસ્રોતમાં ચાલવા સમાન છે.૩. ભુજાઓથી સમુદ્ર પાર કરવા સમાન છે.૪. રેતીના કવલ ચાવવા સમાન છે.૫. તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા સમાન છે.૬. મીણના દાંતે લોખંડના ચણા ચાવવા સમાન છે. ૭. પ્રદીપ્ત અગ્નિશિખાને પીવા સમાન છે.૮. કપડાની થેલીને હવાથી ભરવા સમાન છે.૯. મેરુપર્વતને ત્રાજવાથી તોળવા સમાન છે અર્થાત્ ઉપરના બધા જ કાર્યો દુષ્કર છે. તેની સમાન સંયમ પાળવો પણ અત્યંત દુષ્કર છે. મૃગાપુત્ર ઉતરમાં કહે છે ઃ– (૧૩) અગ્નિની ઉષ્ણતા કરતાં પણ નરકની ગરમી અનંત ગુણી છે. અહીંની ઠંડીથી નરકની ઠંડી અનંતગુણી છે. જ્યાં નારકીને વારંવાર ભૂંજવામાં આવે છે, કરવતથી કાપવામાં કે ટુકડા કરવામાં આવે છે. મુગરોથી માર મારવામાં આવે છે. તીક્ષ્ણ કાંટાઓમાં ઢસેડવામાં આવે છે. ઘાણીમાં પીલવામાં આવે છે, છેદન– ભેદન કરવામાં આવે છે. બળપૂર્વક ઉષ્ણ જાજ્વલ્યમાન ૨થમાં જોતરવામાં આવે છે, તૃષા લાગતાં તીક્ષ્ણ ધારવાળી વૈતરણી નદીમાં નાખવામાં આવે છે. ઉકાળેલ લોઢું, સીસું, તાંબુ પીવડાવવામાં આવે છે. (૧૪) ‘તમને માંસ પ્રિય હતું', એમ કહી અગ્નિ સમાન પોતાના જ માંસને લાલચોળ કરી પકવી ખવડાવવામાં આવે છે. ‘તમને વિવિધ મદિરા ભાવતા હતા’ એમ કહી ચરબી અને લોહી ગરમ કરી પીવડાવે છે. નરકમાં કેટલીક વેદના પરમાધામી દેવકૃત હોય છે. વૈક્રિય શરીર અને દીર્ઘ આયુષ્ય હોવાથી નારકી જીવો મરતા નથી. રાઈ જેટલા ટુકડા કરવામાં આવે છતાં પારાની સમાન તેમનું Page #92 -------------------------------------------------------------------------- ________________ 92 આગમસાર–પૂર્વાર્ધ શરીર પુનઃ સંયુક્ત થઈ જાય છે. આ પ્રકારે અહીં બતાવ્યું છે કે સંયમના કષ્ટથી અનંત અધિક નરકમાં દુઃખો છે. તેને જીવ પરવશતાથી અને અનિચ્છાએ સહન કરીને આવ્યો છે.] (૧૫) મુનિ જીવનમાં રોગનો ઉપચાર ન કરવો તે પણ એક સિદ્ધાંત છે. તેના માટે મૃગ-પશુનું દષ્ટાંત આપી સમજાવ્યું છે કે પશુને રોગ આવતાં આહારનો ત્યાગ કરી વિશ્રામ કરે છે અને સ્વસ્થ થયા પછી જ આહાર ગ્રહણ કરે છે. મુનિ પણ રોગ આવતાં મૃગની. જેમ સંયમ આરાધના કરે. (૧૬) મુનિ લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ, નિન્દા-પ્રશંસા, માન– અપમાનમાં સદા એક સમાન ભાવ રાખે, હાસ્ય-શોકથી દૂર રહે, ચંદન વૃક્ષની સમાન ખરાબ કરનારનું પણ ભલું જ કરે, તેના પ્રતિ શુભ હિતકારી અધ્યવસાય રાખે. (૧૭) અંતિમ ગાથામાં કહેવામાં આવ્યું છે કે, ધન દુઃખોની વૃદ્ધિ કરાવનાર છે. મમત્વ બંધન મહાભયને પ્રાપ્ત કરાવનારુ છે. ધર્માચરણ-વ્રત, મહાવ્રત ધારણ કરવાથી અનુત્તર સુખોની પ્રાપ્તિ થાય છે. વીસમું અધ્યયન : અનાથી મુનિ પ્રાસંગિક - એક વખત મહારાજા શ્રેણિક ફરતાં-ફરતાં ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અનાથિમુનિને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા જોયા. મુનિના રૂપ, સૌમ્યતા તથા વૈરાગ્યને જોઈ આશ્ચર્ય થયું. તે યોગ્ય શિષ્ટાચાર જાળવી વંદન કરી બેઠા અને પૂછ્યું કે- “આપે દીક્ષા શા માટે લીધી?' મુનિએ પ્રત્યુત્તરમાં કહ્યું હું અનાથ હતો.' રાજાએ કહ્યું- “તમારો નાથ હું બનું છું રાજ્યમાં પધારો.' ત્યારે મુનિએ અનાથતાનું વર્ણન કર્યું. કે મારે માતા-પિતા, ભાઈ–બહેન પત્નિ પરિવાર અને પ્રભૂત ધન ભંડાર હતો, છતાં મારી રોગ જનિત મહાન વેદનાને કોઈ મટાડી શક્યા નહિ કે તેમાં ભાગ પડાવી શક્યા નહિ, ઉપાયો બધા નિષ્ફળ થતાં મેં દીક્ષા લીધી. સર્વ હકીકત અને ઉપદેશ સાંભળી શ્રેણિક રાજા બોધ પામ્યા અને ધર્માનુરાગી બન્યા. ઉપદેશનો સાર આ પ્રમાણે છે(૧) પુષ્કળ ધન, માતા-પિતા, ભાઈ–બહેન અને પત્ની હોવા છતાં પણ આ જીવની રોગથી કે મૃત્યુથી કોઈ રક્ષા કરી શકતા નથી. તેથી રાજા હોય કે શેઠ, બધા અનાથ છે; કારણ કે હજારો દેવ, હજારો સ્ત્રીઓ, હજારો રાજા, કરોડોનો પરિવાર, ચૌદ રત્ન, નવનિધાન; આ બધું જ હોવા છતાં ચક્રવર્તી એકલો, અસહાય બની મૃત્યુ આવતાં નરકમાં ચાલ્યો જાય છે. અર્થાત્ આ બધા જ પદાર્થ મૃત્યુ અને દુઃખોથી બચાવી શકતા નથી. આ રીતે જેનું કોઈ રક્ષક નથી તે સર્વ અનાથ છે. (૨) સંયમ ધર્મ સ્વીકાર કરનાર માણસ સનાથ હોય છે. ધર્મ તેને દુઃખમાં પણ સુખી રહેવાની પ્રેરણા કરે છે. મૃત્યુ સમયે પણ મહોત્સવ જેવા આનંદનો અનુભવ કરાવે છે અને અંતમાં દુર્ગતિમાં જવા દેતો નથી. તેથી આવો સંયમધર્મ યુક્ત આત્મા સનાથ બને છે. માટે હે રાજન! હવે તો હું સનાથ થઈ ગયો છું. (૩) કેટલીક વ્યક્તિઓ સંયમ સ્વીકાર કરવા છતાં પણ અનાથ હોય છે. તે બીજા પ્રકારની અનાથતા છે. એટલે કે સંયમધારણ ક્ય પછી પણ કેટલાક સાધક આત્માને દુર્ગતિથી બચાવી શકતા નથી. જેમ કે– ૧. જે મહાવ્રતોનું સમ્યફ પ્રકારે પાલન કરતો નથી. ૨. મન, ઇન્દ્રિય અને કષાયનો નિગ્રહ કરતો નથી. ૩. રસોમાં આસક્ત રહે છે. ૪. ચાલવા, બોલવા, ગવેષણા કરવામાં પણ સંયમની. મર્યાદાઓ છે, તેનું ધ્યાન રાખીને પાલન કરતો નથી અર્થાત્ સમિતિ, ગુપ્તિનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી. ૫. જે લોકોને ભૂત-ભવિષ્યના નિમિત્ત કહે છે; રેખા, લક્ષણ, સ્વપ્ન આદિનું ફળ બતાવે છે; વિદ્યામંત્રથી ચમત્કાર બતાવે છે; સાવધ અનુષ્ઠાનોમાં અને ગૃહકાર્યોમાં ભાગ લે છે. ૬. જે ઔદેશિક ખાદ્ય પદાર્થ આદિ લે છે અથવા એષણીય–અનેષણીય જે મળે તે લે છે. આ રીતે જે સ્વીકૃત ઉત્તમ સંયમની વિરાધના કરે છે, તે પણ અનાથ છે. એટલે કે જેનો સંયમ દૂષિત બની જાય છે તે દુર્ગતિથી બચી શકતો નથી. તેથી સાધુ થવા છતાં તે અનાથ છે. સૂત્રમાં આવા સાધુની નગ્નતા, મુંડન આદિ વૃતિઓને મોક્ષમાર્ગની સાધનામાં મહત્વહીન નિરર્થક બતાવી છે. કાચના ટુકડાની સમાન ખોટી બતાવી છે. એવા સંયમય્યત સાધકોને બન્ને લોકમાં સંક્લેશ પ્રાપ્ત કરનારા અને કર્મક્ષય નહીં કરનારા બતાવ્યા છે. જે રીતે વિષ પીવું, ઉર્દુ શસ્ત્ર ગ્રહણ કરવું અને અવિધિથી યક્ષને (દેવને) સાધવો દુઃખદાયી નીવડે છે; તે જ રીતે સંયમની વિધિથી વિપરીત આચરણ તે સાધકનું હિત કરી શકતું નથી. આ પ્રમાણે ધર્મનો સ્વીકાર કરવો તે પહેલી સનાથતા છે અને સંયમ ગ્રહણ ર્યા પછી જિનાજ્ઞાનું પ્રામાણિકપણે યથાર્થ પાલન કરવું બીજી સનાથલા છે. બન્ને પ્રકારની સનાથતા ધારણ ક્ય પછી જ જીવન સફળ અને આરાધક બને છે. એકવીસમું અધ્યયન સમુદ્રપાલમુનિ પ્રાસંગિક - જૈન દર્શનના જાણકાર(પારંગત) પાલિત શ્રાવકને સમુદ્રપાળ નામનો પુત્ર હતો. એક વખત સમુદ્રપાલે પોતાના ભવનમાં બેઠા-બેઠા ચોરને મૃત્યુદંડ માટે લઈ જતાં જોયો. તેના અશુભ કર્મોનાં કડવા ફળોનું ચિંતન કરતાં-કરતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંયમ સ્વીકાર્યો. અંતમાં કર્મ ક્ષય કરી નિર્વાણ પામ્યા. WWWWWWWWWWWWW ૪ww૮ ૪૪૪WWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWW Page #93 -------------------------------------------------------------------------- ________________ jainology આગમસાર બાવીસમું અધ્યયન અરિષ્ટનેમિ પ્રાસંગિક – બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ પોતાના વિવાહ પ્રસંગે જાન લઈને જતાં માર્ગમાં પશુઓના કરુણ પોકાર સાંભળી તુરંત જ પાછા વળ્યા. એક વર્ષ સુધી દાન આપી સંયમ સ્વીકાર ક્ય. યથાસમયે અરિષ્ટનેમિ ભગવાનના ભાઈ રથનેમિ અને સતી રાજેમતીએ પણ સંયમ અંગીકાર ર્યો. એકવાર વરસાદમાં ભીંજાઈ જતાં સતી રાજમતી એક ગુફામાં વસ્ત્ર સૂકવવા ગયાં. તે જ ગુફામાં ધ્યાનસ્થ રહેલા રથનેમિની દષ્ટિ રાજમતિ ઉપર પડતાં સંયમમાં વિચલિત થયા. રાજુમતિને ખ્યાલ આવતાં વિવેક અને વીરતાપૂર્વક રથનેમીને સંયમમાં સ્થિર ર્યા. અંતે બન્ને કર્મક્ષય કરી મુક્ત થયા. (૧) કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિના પિત્રાઈ મોટાભાઈ હતા. તેઓએ ભગવાનના વિવાહમાં સક્રિય ભાગ લીધો હતો. (૨) ભગવાન અરિષ્ટનેમિનું શરીર ૧૦૦૮ લક્ષણોયુક્ત ઉત્તમ સંઘયણ અને સંસ્થાનથી સંપન હતું. (૩) જીવો પ્રત્યેના અનુકંપાના ભાવથી તેઓએ વિવાહનો ત્યાગ ર્યો હતો. (૪) કણ વાસદેવે અરિહંત અરિષ્ટનેમિને દીક્ષા ગ્રહણ કરતી વખતે શ્રેષ્ઠ આરાધના કરવાના શભાશીષ આપ્યા. (૫) ભોગાસક્ત વ્યક્તિ પણ મનુષ્યભવને દુર્લભ કહી મનુષ્ય સંબંધી ભોગોમાં આનંદ માને છે. જ્યારે મોક્ષાર્થી સાધક “ભોગો તો પ્રત્યેક ભવમાં પ્રાપ્ત થનારા છે તેમ જાણી મનુષ્ય ભવની દુર્લભતાને મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમજે છે. કારણકે ભોગોની સુલભતા તો અન્ય ગતિમાં પણ થાય છે પરંતુ સંયમ અને મોક્ષની આરાધના ફક્ત મનુષ્યભવમાં જ થાય છે. તેથી દુર્લભ મનુષ્ય ભવનો ઉપયોગ જ્ઞાની આત્મા મુક્તિ સાધનમાં જ કરે અને બાકી બધા કાર્યોને તેઓ મનુષ્યભવના દુરુપયોગ રૂપ સમજે. (૬) સ્વ-પરની એકાંત હિત ભાવનાથી કહેવાયેલા કટુ વચન પણ સુભાષિત વચન હોય છે. (રાજેમતિએ ભોગોને, વમેલાને ચાટવા સમાન કહ્યા અને વમનનુ આહાર તો કાગડા, કુતરા કરે. એમ કહયું.) (૭) શબ્દોને પ્રભાવશાળી બનાવી ઉચ્ચારણ કરવું તે ક્રોધ અને અભિમાનથી ભિન્ન છે. (૮) કષાયનો ત્યાગ કરી, ઇન્દ્રિયોને વશમાં રાખી ગુપ્તિઓથી યુક્ત થઈને, દઢતાથી સંયમના નિયમોનું પાલન કરવાથી જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. આ જ ગુણોના આસેવન અને ધારણથી રથનેમિ મુનિ અને રાજમતી સતીએ આત્મ કલ્યાણ સાધ્યું હતું. ત્રેવીસમું અધ્યયન : કેશી–ગૌતમ સંવાદ પ્રાસંગિક - ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના અવધિજ્ઞાની શ્રમણ કેશી સ્વામી પોતાના શિષ્ય પરિવારની સાથે શ્રાવતિ નગરીમાં પધાર્યા. બન્ને અલગ-અલગ ઉદ્યાનમાં ઉતર્યા હતા. ગમનાગમન, ભિક્ષાચરી આદિ વખતે તે–તે શ્રમણોનું પરસ્પર સંમેલન અને પરિચય થાય છે. કંઈક આચાર આદિની ભિન્નતા હોવાથી શિષ્યોમાં ચર્ચા થાય છે. શિષ્યોની જિજ્ઞાસાઓના સમાધાન માટે ઉચિત્ત અવસર જોઈ અને પ્રમુખ શ્રમણ (કેશી-ગૌતમ) એકત્રિત થઈ પ્રશ્નોત્તર, વાર્તાલાપની ગોઠવણ કરે છે. ગૌતમ સ્વામી કેશી શ્રમણ પાસે શિષ્ય પરિવાર સહિત જાય છે. પરસ્પર સમ્યક વિનયવ્યવહાર આસન આદાન-પ્રદાન કરે છે ત્યાં અન્ય અનેક દર્શક શ્રોતા તથા અનેક જાતિના દેવો પણ આવે છે. કેશી સ્વામી “ મહાભાગ' સંબોધન દ્વારા ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછે છે; જ્યારે ગૌતમ સ્વામી ભંતે' સંબોધનપૂર્વક કેશી સ્વામીને અનુમતિ અને ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં સમર્પિત થઈ જાય છે. પનદીક્ષિત થઈ જાય છે.(નોંધ : પ્રદેશી રાજા વાળા કેશીસ્વામી ચાર જ્ઞાનના ધારક હતા,તેથી આ કેશીસ્વામી ત્રેવીસમાં ભગવાનની શિષ્ય સંપદાના. હોવા છતાં બીજા છે એમ જણાય છે.સરખા નામ વાળા બે અલગ વ્યકિત હોવા જોઇએ.) જ્ઞાનગોષ્ઠી સારાંશ:(૧) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનો સચેલકધર્મ(મૂલ્ય અને મર્યાદા માં ઇચ્છિત વસ્ત્રો ધારણ કરવા રૂપ) હોય છે અને ભગવાન મહાવીરના સાધુઓનો અચેલક ધર્મ (અલ્પ મૂલ્ય અને મર્યાદિત વસ્ત્ર ધારણ કરવા રૂ૫)હોય છે. (૨) આ જ પ્રમાણે બંનેમાં ચાતુર્યામ ધર્મ અને પંચમહાવ્રત ધર્મરૂપ અંતર હોય છે. તે અંતર ફક્ત વ્યવહાર રૂપ કે સંખ્યા સંબંધી જ છે, તત્વ સંબંધી નથી. આ બંને તફાવતોનું કારણ એ છે કે મધ્યમ બાવીસ તીર્થકરના સમયે કાલ પ્રભાવે મનુષ્ય સરલ અને પ્રજ્ઞા સંપન અધિક હોય છે. પ્રથમ તીર્થકરના શાસન કાળના મનુષ્ય સરલ અને જડ અધિક હોય છે. અંતિમ તીર્થંકરના શાસન કાળના મનુષ્ય ઉક્ત ગુણસંપન અતિ અલ્પ હોય છે પરંતુ વક્ર જડની સંખ્યા અધિક હોય છે. (૩) સંયમયાત્રા અને ઓળખાણ(સ્વયંને સાધુતાની પ્રતીતિ અને અન્યને પરિચય) માટે કોઈપણ લિંગ(વેષ)નું પ્રયોજન હોય છે, જે વ્યવસ્થા અને આજ્ઞા અનુસાર તેમજ ગઢ હેત પૂર્વક હોય છે. નિશ્ચયમાં તો મોક્ષના મુખ્ય સાધન સમ્યગજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર છે. તેની આરાધનામાં કોઈપણ તીર્થંકરના શાસનમાં કે કોઈ પણ ભેદે મોક્ષ જનારામાં ભિન્નતા હોતી નથી. (૪) આત્મા, ચાર કષાય અને પાંચ ઇન્દ્રિય; આ દસને જીતવામાં જ પૂર્ણ વિજય છે, અર્થાત્ આત્મપરિણતિને જિનાજ્ઞામાં સમર્પિત કરી દેવી. જ્ઞાનાત્મા દ્વારા કષાયાત્માને શિક્ષિત કરી નિયંત્રિત કરવો, સમભાવથી રહેવું, વૈરાગ્ય ભાવો દ્વારા ઈન્દ્રિયોની ચંચળતાને શાંત કરવી, ઇચ્છાઓનો નિગ્રહ કરવો; આ સર્વ ઉપાયો આત્મવિજય પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. (૫) રાગ, દ્વેષ અને સ્નેહ સંસારમાં બંધનરૂપ છે, જાળ રૂપ છે, તેનું છેદન કરવું જોઇએ. અર્થાત્ મોક્ષસાધકે તે પરિણામોથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. જ્ઞાન અને વિવેક દ્વારા રાગ, દ્વેષ અને સ્નેહ પરિણામોથી મુક્ત થઈ શકાય છે. (૬) તૃષ્ણા–ઇચ્છાઓ અને લાલસાઓ એ હૃદયમાં રહેનારી વિષ વેલડીઓ છે. તેથી મોક્ષાર્થીએ સમિતિ દ્વારા ગુપ્તિ તરફ અગ્રેસર થવું જોઇએ. આ લોક–પરલોકની સંપૂર્ણ લાલસાઓથી ક્રમશઃ મુક્ત થવું જોઈએ. પ્રશંસા, પ્રતિષ્ઠા, સન્માનની ઇચ્છા પણ મુનિએ જીવનમાંથી સમૂળ ઉખેડી ફેંકી દેવી જોઇએ તો જ વિષ ભક્ષણથી બચી જઈ, મુક્તિ સંભવ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ (૭) કષાય, આત્મગુણોને બાળવામાં અગ્નિ સમાન છે, તેથી ગુસ્સો, ઘમંડ, ચાલાકી અને ઇચ્છાઓને શ્રત, સદાચાર, તપ દ્વારા શાંત કરવામાં પ્રયત્નશીલ બનવું. (૮) મન લગામ વિનાના ઉદંડ ઘોડા સમાન છે. તેને ધર્મ શિક્ષાથી એટલે કે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, આત્મ સ્વરૂપ ચિંતન, કર્મ સ્વરૂપ ચિંતનથી વશમાં રાખવું જોઇએ. શ્રુતરૂપ દોરીની લગામ તેનો નિગ્રહ કરવામાં સર્વશ્રેષ્ઠ સાધન છે. તેથી સાધુએ સદા કૃત અધ્યયન, પુનરાવર્તન, અનુપ્રેક્ષા આદિમાં લીન રહી મનની સ્વચ્છંદતા અને ઉદંડતાને નષ્ટ કરવામાં સદા પ્રયત્નશીલ રહેવું જોઇએ. ૯) વીતરાગ, સર્વજ્ઞ-દર્શિત સ્યાદ્વાદ ધર્મ જ ન્યાય યુક્ત છે. આ ઉત્તમ માર્ગની આરાધનાથી જીવ સંસાર બ્રમણથી મુક્ત થાય છે (૧૦) સંસાર સમુદ્રમાં ડૂબતા પ્રાણીઓને ધર્મજ ત્રાણભૂત–શરણભૂત છે. (૧૧) મનુષ્યનું શરીર નૌકા છે, જીવ નાવિક છે; જેની ક્ષમતા સંયમ–તપ આરાધનાની નથી, તે શરીર છિદ્રવાળી નાવની સમાન છે. એવી અસહાયક શરીરરૂપી નૌકાથી સમુદ્ર પાર થઈ શકતો નથી. તેનાથી ઉલટું જે શરીર સંયમ– તપની વૃદ્ધિમાં સહાયક છે, તે છિદ્રરહિત નૌકા સમાન છે. તેનાથી જીવ રૂપી નાવિક સંસાર સમુદ્ર પાર કરી મુક્ત થઈ શકે છે. (૧૨) આ જગતના ભાવ અંધકારને દૂર કરી જ્ઞાન પ્રકાશ ફેલાવનારા સૂર્ય “તીર્થકર પ્રભુ' છે. તે સમસ્ત પ્રાણીઓને જ્ઞાન પ્રકાશ આપે છે. (૧૩) સિદ્ધ શિલાથી ઉપર લોકાગ્રમાં ક્ષેમકારી, કલ્યાણકારી ધ્રુવ સ્થાન છે. જ્યાં વ્યાધિ, વેદના અને જન્મ-મરણ નથી. શારીરિક-માનસિક દુઃખ નથી. તે સ્થાનને પ્રાપ્ત કરનારા મુનિ ભવભ્રમણના સંક્લેશથી સદાને માટે મુક્ત થઈ જાય છે. ચોવીસમું અધ્યયન : સમિતિ–ગુપ્તિ (૧) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ સંયમનો પ્રાણ છે. દ્વાદશાંગીનો એટલે– સંપૂર્ણ જિન પ્રવચનનો તેમાં સમાવેશ થાય છે. અર્થાત્ પ્રવચનનું મુખ્ય લક્ષ્ય છે મોક્ષ. મોક્ષનું પ્રધાન સાધન છે સંયમ અને સંયમમાં પ્રમુખ સ્થાન છે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું. તેથી તેને અષ્ટ પ્રવચન માતા' કહેવામાં આવે છે. (૨) સાધુ દિવસ દરમ્યાન જ ગમનાગમન કરી શકે છે. સંયમ, શરીર તથા સેવાના પ્રયોજને ચાલતાં, યુગમાત્ર ભૂમિનું પ્રતિલેખન કરતાં, એકાગ્રચિત્તે, છકાયના જીવોની રક્ષા કરતાં, મૌનપૂર્વક ચાલવું. તે ઉપરાંત સૂવું, બેસવું, ઊઠવું વગેરે પ્રવૃતિઓ ઉપયોગ રાખીને યતનાપૂર્વક કરવી એ ઈર્યાસમિતિ છે. પ્રયોજન વિના ગમનાગમન ન કરવું. (૩) કષાયોથી રહિત અને અહિંસાનું પૂર્ણપણે પાલન થાય તેવી ભાષા બોલવી જોઇએ. ક્રોધ, માન, માયા, લોભયુક્ત ભાષા; હાસ્ય, ભય, વાચાલતા અને વિકથા પ્રેરિત ભાષા; કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, મર્મકારી, સાવધ, નિશ્ચયકારી, અસત્ય અને મિશ્રભાષા ન બોલવી પરંતુ વારંવાર વિચારીને હિતકારી,પ્રિયકારી,સત્ય અને વ્યવહાર ભાષા બોલવી જોઇએ; આ ભાષા સમિતિ છે (૪) આહારાદિની નિષ્પત્તિમાં સાધુનું નિમિત્ત હોય એવા ઉદ્ગમ સંબંધી દોષયુક્ત આહારાદિ ન લેવા, આહારાદિની પ્રાપ્તિ માટે કોઈ સંસારીવૃત્તિ કે પ્રવૃતિ અથવા દીનવૃત્તિ ન કરવી, આહારાદિ ગ્રહણ કરતી વખતે પણ કિંચિત્ત જીવ વિરાધના ન થાય તેવું લક્ષ્ય રાખવું,પરિભોગેષણાના પાંચ મુખ્ય અતિચાર તથા અન્ય અનેક દોષોનો પરિત્યાગ કરી આહારાદિ વાપરવા; આ એષણા સમિતિ છે (૫) આવશ્યક ઉપધિ અને પરિસ્થિતિક ઉપધિ-વસ્ત્ર, પાત્ર, રજોહરણ, પુસ્તક, દંડ આદિ ઉપરથી ન પડે તેમ ભૂમિને અડાડીને પછી મૂકવા; મૂકતાં પહેલાં તે ભૂમિનું પ્રતિલેખન કરવું; આ રીતે કોઈપણ વસ્તુ ગ્રહણ કરતાં કે મૂકતાં ઉપયોગ રાખવો તે આયાણ ભંડમત્ત નિકુખેવણા સમિતિ છે. (૬) મળમૂત્ર આદિ પરઠવાના પદાર્થોને યતના પૂર્વક પરઠવા. જીવરહિત અચેત સ્થાને પરઠવા. કોઈને પીડાકારી ન થાય તેવો વિવેક રાખવો; તે પરિઠાવણિયા સમિતિ છે. (૭) સંયમ જીવનના અને શરીરના આવશ્યક કાર્યોને યત્નાથી કરવાનું તેનું નામ સમિતિ છે તથા મન,વચન અને કાયાની અશુભ પ્રવૃતિઓ ઉત્તરોત્તર સીમિત કરવી; તેને ગુપ્તિ કહેવાય. - અધ્યયનમાં છેલ્લે દર્શાવ્યું છે કે સંપૂર્ણ અશુભ પ્રવૃત્તિઓની નિવૃત્તિ તે ગુપ્તિ છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું સમ્યક આરાધન કરનારા પંડિત પુરુષ સંસાર સાગરને શીઘ્રતાથી તરી મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. પચીસમું અધ્યયનઃ જયઘોષ-વિજયઘોષ પ્રાસંગિક - જયઘોષ અને વિજયઘોષ બે ભાઈ હતા. જયઘોષ દીક્ષા ગ્રહણ ક્ય બાદ એક વખત ભિક્ષા અર્થે પોતાના સંસારી ભાઈ વિજયઘોષ બ્રાહ્મણની યજ્ઞશાળામાં આવ્યા. ત્યાં બન્ને ભાઈઓ વચ્ચે વાર્તાલાપ થયો. છેલ્લે વિજયઘોષે પણ સંયમ ગ્રહણ ક્ય. સંયમ અને તપ દ્વારા કર્મક્ષય કરી બન્ને ભાઈ મોક્ષગામી થયા, સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી. (૧) યજ્ઞના નિયમ અનુસાર જે વેદજ્ઞ યજ્ઞાર્થી તથા જ્યોતિષ અને બ્રાહ્મણધર્મના પારગામી હોય, સ્વ-પરનો ઉદ્ધાર કરવામાં સમર્થ હોય; તેને તે યજ્ઞનો આહાર આપી શકાય છે, અન્યને નહીં. (જવાબમાં મુનિએ યજ્ઞનો અર્થ સમજાવ્યો.) (૨) તપ અને ધ્યાનરૂપી અગ્નિમાં કર્મોની આહુતિ આપવી, એજ સાચો અગ્નિહોત્ર છે; એવો ભાવયજ્ઞ કરનાર યજ્ઞાર્થી જ વેદમાં એટલે આત્મજ્ઞાનમાં પ્રમુખ કહેવાય છે. જેમ જ્યોતિષ મંડળમાં ચન્દ્ર શ્રેષ્ઠ છે તેમ ધર્મમાં તીર્થંકર પ્રભુ શ્રેષ્ઠ છે. (૩) જે સાધક કોઈપણ વ્યક્તિમાં સ્નેહ કે આસક્તિ નથી રાખતો પરંતુ સંયમમાં (જિનાજ્ઞામાં) રમણ કરે છે; નિર્મલ હૃદયી થઈ રાગ-દ્વેષ અને ભયથી દૂર રહે છે; કષાયો અને શરીરને કૃશ કરે છે; હિંસા, જૂઠ, અદત્ત અને કુશીલનો સર્વથા ત્યાગ કરે છે; કમળની સમાન ભોગોથી અલિપ્ત રહે છે, તે બ્રાહ્મણ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ 95 jainology આગમસાર (૪) જે અલોલુપી નિર્દોષ ભિક્ષાજવી, અકિંચન(સંયમ ઉપકરણ સિવાય કંઈ જ રાખતા નથી) અને ગૃહસ્થોનો પરિચય તથા આસક્તિ રહિત છે; તે બ્રાહ્મણ છે. (૫) વેદ પશુવધનું વિધાન કરનારા છે; યજ્ઞ હિંસાકારી પાપ કૃત્યો યુક્ત સ્પષ્ટ દેખાય છે, તેથી તે દુર્ગતિમાં જતાં દુઃશીલ પ્રાણીઓની રક્ષા કરી શકતા નથી. (૬) કેવલ માથું મૂંડાવવાથી શ્રમણ નથી થવાતું, ‘ૐ’ નો જાપ કરવા માત્રથી બ્રાહ્મણ નથી કહેવાતા, પરંતુ સમભાવ ધારણ કરવાથી શ્રમણ અને બ્રહ્મચર્ય પાલન કરવાથી બ્રાહ્મણ કહેવાય છે. તેમજ જ્ઞાન અધ્યયન કરવાથી મુનિ અને તપશ્ચર્યા કરવાથી તપસ્વી થવાય દિવાલ ઉપર ભીની માટીનો ગોળો ફેંકવામાં આવે તો ચીટકી જાય છે અને સુકી માટીના ગોળાને ફેંકવાથી તે દિવાલને ચોટતો નથી. તે જ પ્રકારે વિષય લાલસાયુક્ત જીવો સંસારમાં વળગ્યા રહે છે, સંસારમાં ફસાઈ જાય છે. અને વિરક્ત અનાસક્ત જીવો સંસારથી મુક્ત બની જાય છે. છવીસમું અધ્યયન : સમાચારી (૧) ભિક્ષુએ ઉપાશ્રયની બહાર જતી વખતે “આવર્સીહિ' શબ્દનું ઉચ્ચારણ કરવું જોઇએ. જેનો અર્થ થાય છે કે હું સંયમના આવશ્યક પ્રયોજનથી જ બહાર જઉ છું.(૨) ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે “નિસ્સહિ” શબ્દનું ઉચ્ચારણ કરવું અર્થાત્ હું મારા કાર્યથી નિવૃત્ત થઈને આવી ગયો છું.(૩-૪) પોતાનું કે અન્યનું દરેક કાર્ય ગુરુની આજ્ઞા લઈને જ કરવું જોઇએ. (૫) આહારાદિની પ્રાપ્તિ થયા બાદ અન્યને નિમંત્રણ આપવું. (૬) જ્ઞાનાદિ ગ્રહણ કરતી વખતે પણ ગુવદિને એ પ્રમાણે કહેવું કે આપની ઇચ્છા હોય તો મને શાસ્ત્રજ્ઞાન આપો.(૭) ભૂલ થઈ હોય, તેનું જ્ઞાન થવા પર “ મિચ્છામિ દુકકડું બોલવું. (૮) ગુરુના વચનોને સાંભળ્યા બાદ તહત્તિ' શબ્દનું ઉચ્ચારણ કરવું અને તેનો સ્વીકાર કરવો.(૯) ગુરુની સેવાને માટે સદાય તત્પર રહેવું. (૧૦) શ્રુત અધ્યયન અર્થે કોઈપણ આચાર્ય આદિની સમીપે રહી અધ્યયન કરવું; આ દસવિધ સમાચારી કહી છે.(૧૧) ભિક્ષુએ રાત્રિના ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો જોઈએ. જ્યારે દિશા લાલ થાય ત્યારે પ્રતિક્રમણ કરવું જોઇએ. સૂર્યોદય થયા બાદ પ્રતિલેખન કરી ગુરુની આજ્ઞા લઈ, અન્ય કોઈ સેવા કાર્ય ન હોય તો પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. પ્રથમ પ્રહરના અંતમાં પાત્ર પ્રતિલેખન કરવું. બીજા પ્રહરમાં ધ્યાન અર્થાત્ અનુપ્રેક્ષા કરવી. ત્રીજા પ્રહરમાં ભિક્ષાદિ શારીરિક આવશ્યક કર્તવ્યોથી નિવૃત્ત થવું. ચતુર્થ પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરી તેને બાંધી મૂકી દેવા અને અન્ય ઉપકરણોની પ્રતિલેખના કરી સ્વાધ્યાયમાં લીન થવું. ચોથા પ્રહરના અંતમાં રાત્રિને માટે શયનભૂમિનું અને મળ-મૂત્ર પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરવું. સૂર્યાસ્તથી માંડી લાલ દિશા રહે તે સમય દરમ્યાન પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ સમાપ્ત થતાં દિશાવલોકન કરી સ્વાધ્યાયનો સમય થતાં પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. દ્વિતીય પ્રહરના પ્રારંભમાં ધ્યાન ર્યા બાદ વિધિપૂર્વક શયન કરવું. તૃતીય પ્રહરના અંતમાં નિદ્રા અને શયનથી ન આદિ કરી સ્વસ્થ થઈ જવું. ફરી ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો. આ ભિક્ષુની સંક્ષિપ્ત દિનચર્ચા કહી છે (૧૨) પ્રતિલેખના મુહપત્તીથી પ્રારંભ કરી અંત સુધી યતનાથી એવં વિધિપૂર્વક કરવી જોઇએ. (૧૩) ૧. ભૂખને શાંત કરવા માટે ૨. વૈયાવચ્ચ કરવા માટે ૩. નેત્ર જ્યોતિ અને ગમનાગમનની શક્તિ માટે ૪. સંયમ વિધિઓનું પાલન થાય માટે ૫. જીવન નિર્વાહ માટે ૬. ધર્મચિંતન, અધ્યયન કે સ્વાધ્યાય ધ્યાન આદિને માટે ભિક્ષુ આહાર કરે. (૧૦) ૧. રોગાતક થવાથી સાધુએ આહાર છોડી દેવો જોઇએ. ૨. ઉપસર્ગ ઉપસ્થિત થવાથી ૩. બ્રહ્મચર્યની સમાધિ જાળવવા માટે ૪. ત્ર-સ્થાવર જીવોની રક્ષા માટે અર્થાતુ વર્ષા, વાવાઝોડું, ધુમ્મસના કારણે અને વિકસેન્દ્રિય પ્રાણીઓની અત્યધિક ઉત્પત્તિ થવાથી (ગોચરીએ જતાં વિરાધના થવાથી) ૫. કર્મ નિર્જરાર્થે તપશ્ચર્યા કરવા માટે અને ૬. મૃત્યુ સમય નજીક જાણી સંથારો કરવા માટે, આ જ કારણે મુનિઓએ આહારનો ત્યાગ કરવો જોઇએ. સત્તાવીસમું અધ્યયન : ગર્ગાચાર્ય પ્રાસંગિક:- સ્થિવર ગર્ગાચાર્યના અશુભ કર્મોદયે બધા શિષ્ય તેમને માટે અસમાધિ ઉત્પન્ન કરાવનારા થયા. તેમની આજ્ઞા પાલન અને ચિત્ત આરાધના કરવામાં એક પણ શિષ્ય સફળ ન થયો. તેથી નિરાશ થઈ ગર્ગાચાર્ય શિષ્યોને ત્યજી એકલા રહીને સંયમની આરાધના કરવા લાગ્યા અને પરમ શાંતિનો અનુભવ કરતાં સંયમ–તપની આરાધના કરી કલ્યાણ સાધ્યું. ગળીયો બળદ (માલિકની આજ્ઞા અનુસાર ન ચાલનાર) અને ગાડીવાન બંને પરસ્પર દુઃખી થાય છે. તે જ રીતે અવિનીત. શિષ્ય અને ગુરુ બંને દુઃખી થાય છે. તેના માયા, જૂઠ, કલહ આદિ પ્રવૃત્તિઓથી સંયમનો નાશ થાય છે. તેથી અશુભ કર્મ અથવા અનાદેય નામકર્મનો તીવ્ર(જોરદાર) ઉદય જાણી એવા સમયમાં યોગ્ય અવસર જાણી એકાકી વિહાર કરી આત્મ કલ્યાણ કરવું જ હિતકર થાય છે. અવિનીત સાધુ કોઈ ઘમંડી હોય છે, કોઈ દીર્ઘ ક્રોધી હોય છે, કોઈ ભિક્ષાદિ પ્રવૃત્તિમાં આળસુ હોય છેતો કોઈ વડીલોની શિક્ષા-પ્રેરણા સાંભળવા જ નથી ઇચ્છતા, બલ્ક કુતર્ક કરી સદા પ્રતિકૂળ વર્તન કરે છે. મોક્ષાર્થી મુનિએ આવા કુલક્ષણવાળા સાથીઓનો પણ ત્યાગ કરવો જોઇએ. અઠ્ઠાવીસમું અધ્યયન: મોક્ષમાર્ગ (૧) સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ ધર્મ એ જ મોક્ષમાર્ગ છે; મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ છે. (૨) જીવાદિ નવપદાર્થ અને છ દ્રવ્યોને જાણી સર્વજ્ઞના કથન અનુસાર શ્રદ્ધા કરવી; એ જ સમ્યગ જ્ઞાન અને સમ્યગુ દર્શન છે. (૩) જિનવાણી દ્વારા દેશ વિરતિ કે સર્વવિરતિનું જે સ્વરૂપ પ્રરૂપિત છે, તેને સારી રીતે સમજી શુદ્ધરૂપે પાલન કરવું, તે સમ્યક ચારિત્ર છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 96 (૪) ઉપવાસ આદિ બાહ્યતપ અને સ્વાધ્યાય આદિ આવ્યંતર તપમાં યથાશક્તિ વૃદ્ધિ કરતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીરના મમત્વને દૂર કરી કર્મક્ષય કરવામાં સંપૂર્ણ આત્મશક્તિને કાર્યાન્વિત કરવી. દેહ પાતયામિ કાર્ય સાધયામિ અથવા દેહ દુઃખ મહાલ ના સિદ્ધાંતને આત્મસાત કરી તપ આરાધના કરવી. ધ્યાન પછી અંતિમ તપ “વ્યત્સર્ગ છે એમાં મન, વચન, કાયા; કષાય, ગણસમૂહ, શરીર તથા આહારનું વ્યુત્સર્જન(ત્યાગ) કરવામાં આવે છે. (૫) જ્ઞાનથી તત્ત્વોને, આશ્રવ-સંવર આદિને જાણવું. દર્શનથી તેના વિષયમાં યથાવત્ શ્રદ્ધા કરવી; ચારિત્રથી નવા કર્મબંધને રોકવા અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરવો; આ પ્રકારે ચારેયના સુમેળપુર્વક મોક્ષની પરિપૂર્ણ સાધના થાય છે. કોઈપણ એકના અભાવમાં સાધનાની સફળતાનો સંભવ નથી. માટે કર્મક્ષયરૂપ મુક્તિ અર્થે મહર્ષિ ચતુર્વિધ મોક્ષમાર્ગમાં પરાક્રમ કરે છે. ઓગણત્રીસમું અધ્યયનઃ સમ્યક પરાક્રમ (૧) વૈરાગ્ય ભાવોની વૃદ્ધિ કરીને સંસારથી ઉદાસીન બનવાથી– ૧. ઉત્તમ ધર્મ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. ૨. તેથી પુનઃવૈરાગ્ય વૃદ્ધિ થાય છે ૩. તીવ્ર કષાય ભાવોની સમાપ્તિ થાય છે ૪. નવા કર્મબંધની અલ્પતા થાય છે ૫. સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ આરાધના કરવાવાળા કોઈ જીવ તે જ ભવમાં તો કોઈ જીવ ત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. (૨) નિવૃત્તિની વૃદ્ધિ અને ત્યાગ વ્રતની વૃદ્ધિ કરવાથી–૧. પદાર્થો પ્રત્યે અનાસક્ત ભાવ પેદા થાય છે. અનાસક્ત ભાવ પેદા થાય છે. ૨. ઇન્દ્રિયના વિષયોમાં વિરક્ત ભાવ થાય છે. ૩. હિંસાદિ પ્રવૃતિઓનો ત્યાગ થાય છે. ૪. સંસારનો અંત અને મોક્ષની ઉપલબ્ધિ થાય છે. (૩) ધર્મ ઉપર શ્રદ્ધા રાખવાથી ૧. સુખ-સુવિધા પ્રત્યેનો લગાવ ઓછો થઈ જાય છે. ૨. સંયમનો સ્વીકાર કરવામાં આવે છે. ૩. શારીરિક-માનસિક દુઃખોનો વિચ્છેદ થઈ જાય છે અને ૪. બાધા રહિત સુખની પ્રાપ્તિ થાય છે. (૪) ગુરુ અને સહવર્તી સાધુઓની સેવા કરવાથી–૧. કર્તવ્યનું પાલન થાય છે. ૨. આશાતનાઓથી બચાય છે. ૩. આશાતના ન થવાથી દુર્ગતિનો નિરોધ થાય છે. ૪. તેમના ગુણ, ભક્તિ–બહુમાન કરવાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. ૫. વિનયાદિ અનેક ગણોની ઉપલબ્ધિ થાય છે. ૬. અન્ય જીવોને વિનય સેવાનો આદર્શ ઉપલબ્ધ થાય છે. (૫) પોતાના દોષોની આલોચના કરવાથી–મોક્ષમાર્ગમાં વિદ્ધ કરવાવાળા અને અનંત સંસારની વૃદ્ધિ કરવાવાળા માયા, નિદાન અને મિથ્યાત્વરૂપ ત્રણ શલ્યોનો નાશ થાય છે. સરલ ભાવો પ્રાપ્ત થાય છે. (૬) આત્મનિંદા કરવાથી૧. પશ્ચાત્તાપ થઈને વિરક્તિ ભાવોની વૃદ્ધિ થાય છે. ૨. તેનાથી ગુણસ્થાનોની ક્રમશઃ વૃદ્ધિ થઈ મોહનીય કર્મનો ક્ષય થાય છે. (૭) બીજાની સમક્ષ પોતાની ભૂલ પ્રગટ કરવાથી જીવ પોતાના અનાદર, અસત્કાર જન્ય કર્મોની ઉદીરણા કરે છે અને ક્રમશઃ ઘાતી કર્મોનો ક્ષય થાય છે. (૮) સામાયિક કરવાથી–પાપ પ્રવૃત્તિઓ છૂટી જાય છે. (૯) ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવાથી-સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે. ટિપ્પણ - અહી કોઈ સમ્યફ-પરાક્રમ માટેના આ પ્રશ્નોત્તરને સમ્યકત્વ પરાક્રમ કહી દે છે અને લખી દે છે. અહિં એ ખાસ સમજવાનું છે કે “પરાક્રમ’ એ સમ્યફ અને અસમ્યક એમ બે પ્રકારનો થઈ શકે તેમાંથી પ્રસ્તુત સમ્યકુ પરાક્રમના બોલોનું ફળ બતાવવામાં આવ્યું છે. પ્રાકૃત શાસ્ત્રમાં સમ્મત્ત શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત થાય છે. માટે પ્રસંગાનુકૂલ અને તર્કસંગત અર્થ કરવો યોગ્ય બને છે. (૧૦) વંદના કરવાથી–૧. નીચ ગોત્રનો ક્ષય અને ઉચ્ચ ગોત્ર કર્મનું ઉપાર્જન થાય છે. ૨. તેની આજ્ઞાને લોકો શિરોધાર્ય કરે તેવું સૌભાગ્ય અને લોકચાહનાને પ્રાપ્ત કરે છે. (૧૧) પ્રતિક્રમણ કરવાથી–૧. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોની શુદ્ધિ થાય છે. ૨. જેનાથી ચારિત્ર શુદ્ધ થાય છે. ૩. સમિતિ–ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતામાં જાગૃતિ રહે છે. ૪. ભાવયુક્ત પ્રતિક્રમણ કરવાથી સંયમમાં વૃદ્ધિ થાય છે. ૫. માનસિક નિર્મળતાની ઉપલબ્ધિ થાય છે. (૧૨) કાયોત્સર્ગ કરવાથી અર્થાતુ મનવચન તથા શરીરને પૂર્ણતઃ વ્યુત્સર્જન કરવાથી–૧. સાધક કર્મના બોજથી હલકો બને છે. ૨. પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈ ઉતરોત્તર સુખ પૂર્વક વિચરણ કરે છે. (૧૩) પ્રત્યાખ્યાન કરવાથી-ઇચ્છાઓનો આશ્રયોનો નિરોધ થાય છે, જેથી કર્મબંધ ઓછા થાય છે. (૧૪) સિદ્ધ સ્તુતિ કરવાથી અર્થાત્ નમોત્થણનો પાઠ કરવાથી–૧. જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી વિશિષ્ટ બોધિની પ્રાપ્તિ થાય છે. ૨. અને વિશિષ્ટ જ્ઞાન સંપન્ન જીવ આરાધના કરવા યોગ્ય બને છે. (૧૫) પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાથી–૧.ચારિત્ર નિરતિચાર બને છે. ૨. પાપાચરણોનું સંશોધન થાય છે. ૩. સમ્યગૂ જ્ઞાનની ઉપલબ્ધિ અને ચારિત્રની સમ્યક્ પ્રકારે આરાધના થાય છે. (૧૬) કાળપ્રતિલેખન એટલે અસ્વાધ્યાયના કારણોની યોગ્ય જાણકારી મેળવવાથી– જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે. (૧૭) ક્ષમાયાચના કરવાથી૧. ચિત્ત પ્રસન્ન થાય ૨. બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવના પ્રગટે ૩. મનની નિર્મળતા થવાથી તે સર્વત્ર નિર્ભય બની જાય છે. (૧૮) સ્વાધ્યાય કરવાથી–જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. (૧૯) વાચનાથી–આચાર્યાદિ પાસેથી મૂળ પાઠ અને અર્થની વાચના લેવાથી ૧. સર્વતોમુખી(ગાઢા,મોટા ચિકણા)કર્મોનો ક્ષય થાય છે. ૨. વાચના લેવાથી શ્રત પ્રત્યે ભક્તિ ભાવની વૃદ્ધિ થાય છે અને સમ્યક્ શાસ્ત્ર વાચના લઈ બહુશ્રુત થવાથી શ્રુતના ઉપેક્ષા દોષ અને આશાતના દોષથી બચી જાય છે. ૩. તે સદા શ્રુતાનુસાર નિર્ણય કરનાર થાય છે તથા ૪. તે જિન શાસનના અવલંબન ભૂત બને છે. ૫. જેનાથી મહાન નિર્જરાનો લાભ અને મુક્તિનો લાભ થાય છે. જી Page #97 -------------------------------------------------------------------------- ________________ jainology | (૨૦) સૂત્રાર્થના વિષયમાં પ્રશ્ન પૂછી સમાધાન પ્રાપ્ત કરવાથી−૧. સૂત્રાર્થ જ્ઞાનની વિશુદ્ધિ થાય છે. ૨. સંશયોનું નિરાકરણ થાય છે; જેથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય થાય છે. 97 (૨૧) સૂત્રોનું પરાવર્તન કરવાથી−૧. સ્મૃતિની પુષ્ટિ થાય છે. ૨. ભૂલાયેલું જ્ઞાન તાજું થાય છે. ૩. પદાનુસારિણી બુદ્ધિનો વિકાસ થાય છે અર્થાત્ એક પદના ઉચ્ચારણથી આગળના પદ સ્વતઃ યાદ આવી જાય છે. (૨૨) સૂત્રોના તત્વોની અણુપેહા, મનમાં વિચારણા ચિંતવના કરવાથી−૧. કર્મ શિથિલ બને છે, તેની સ્થિતિ ઘટે છે, ઓછા થાય છે, મંદ થાય છે. ૨. કર્મબંધથી અને સંસારથી શીઘ્ર મુક્તિ થાય છે. (૨૩) ધર્મોપદેશ દેવાથી– ૧. સાધક પોતાના કર્મોની મહા નિર્જરા કરે છે, ૨. જિન શાસનની પણ ઘણી પ્રભાવના કરે છે, અને તે ૩. આગામી ભવોમાં મહાભાગ્યશાળી થવાના કર્મોનું ઉપાર્જન કરે છે. = (૨૪) શ્રુતની સમ્યક આરાધના કરવાથી – ૧. અજ્ઞાનનો નાશ થઈ જાય છે. ૨. તે જ્ઞાની ક્યાંય પણ સંક્લેશ – ચિત્તની અસમાધિને પામતા નથી. (૨૫) મનને એકાગ્ર કરવાથી – ચિત્તની ચંચળતા સમાપ્ત થાય છે. આગમસાર (૨૬)સંયમ લેવાથી મુખ્ય આશ્રવ એટલે કર્મ આવવાના રસ્તા બંધ થઈ જાય છે અર્થાત્ હિંસા વગેરે મોટા–મોટા પાપોનો લગભગ પૂર્ણપણે ત્યાગ થઈ જાય છે. (૨૭)વિવિધ (૧૨ પ્રકારની) તપસ્યા કરવાથી – પૂર્વબદ્ધ કર્મ આત્માથી અલગ થઈ જાય છે. (૨૮) અલ્પકર્મી થઈ જવાથી – તે ક્રમશઃ યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. પછી ઝડપથી મુક્ત થઈ જાય છે. (૨૯) શાંતિપૂર્વક અર્થાત્ ઉતાવળ, ઉદ્વેગ વિના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવાથી અથવા સુખની અપેક્ષાથી રહિત થઈ જવાથી – ૧. જીવ ઉત્સુકતા રહિત અને શાંતિપ્રિય સ્વભાવ તેમજ વ્યવહાર વાળો બને છે. ૨. શાંતિ પૂર્વક પ્રવૃત્તિ કરનારા જ વાસ્તવમાં પ્રાણીઓની પૂર્ણ અનુકંપા રાખી શકે છે. એવો તે અનુકંપા પાલક સાધક, ઉત્સુકતા અને ઉતાવળી પ્રવૃત્તિઓ કરતો નથી. જેથી તે શોક મુક્ત રહે છે અને ૫. ચારિત્ર મોહનીય કર્મોનો વિશેષ રૂપે ક્ષય કરે છે. (૩૦) મન અનાસક્ત થઈ જવાથી – ૧. પ્રાણી બાહ્ય સંસર્ગોથી અને તેનાથી ઉત્પન્ન થનારી પરિણતિઓથી મુક્ત થઈ જાય છે. ૨. એવો સાધક સદા એકત્વભાવમાં જ તલ્લીન બની તેમાં દત્તચિત્ત રહે છે. ૩. અને તે રાત દિવસ (પ્રતિક્ષણ) પ્રતિબંધોથી રહિત થઈને આત્મભાવોમાં રહે છે તેમજ અપ્રમત્ત ભાવોથી યુક્ત રહીને સદા અંતર્મુખી રહે છે. (૩૧) જનાકુલતાથી અને સ્ત્રી વગેરેથી રહિત એવા એકાંત સ્થાનના સેવનથી – ૧. ચારિત્રની રક્ષા થાય છે. ૨. એવો ચારિત્ર રક્ષક સાધક પૌષ્ટિક આહારનો ત્યાગ કરે છે. ૩. દઢ ચારિત્રવાળો બને છે. ૪. એકાંતમાં જ રમણ કરવાવાળો થાય છે. ૫. અંતઃકરણથી મોક્ષ પથિક બનીને કર્મોની ગ્રંથીને તોડી દે છે. (૩૨)ઇન્દ્રિયો અને મનને વિષયોથી દૂર રાખવાથી−૧. જીવ નવા—નવા પાપ કર્મ ન કરવામાં જ સંતુષ્ટ રહે છે અર્થાત્ તે પાપાચરણ કરવામાં ઉત્સાહ રહિત થઈ જાય છે. ૨. અને પૂર્વ ઉપાર્જિત કર્મોનો ક્ષય કરીને, સંસાર અટવીને પાર કરી મુક્ત થઈ જાય છે (૩૩) સામૂહિક આહાર પાણીનો ત્યાગ કરવાથી ! – ૧. શ્રમણ પરાવલંબનથી મુક્ત થાય છે. ૨. સ્વાવલંબી બને છે. ૩. તે પોતાના લાભથી સંતુષ્ટ રહેવાનો અભ્યાસી થઈ જાય છે. અને ૪. પરલાભની આશાઓથી મુક્ત થઈ જાય છે. ૫. સંયમ ગ્રહણ કરવો જીવનની પ્રથમ સુખશય્યા છે તો તેમાં સામૂહિક આહારનો ત્યાગ કરવો જીવનની બીજી સુખશય્યા છે, અર્થાત્ સંયમની સાધનાની સાથે સામૂહિક આહારનો ત્યાગ કરીને સાધક બીજી અનુપમ સુખ સમાધી પ્રાપ્ત કરે છે. (૩૪) સંયમ જીવનમાં શરીરોપયોગી વસ્ત્ર આદિ ઉપકરણોને ઘટાડવા કે ત્યાગ કરવાથી ૧. જીવને તે ઉપધિ સંબંધી લાવવું, રાખવું, સંભાળવું પ્રતિલેખન કરવું તથા સમયે—સમયે તેના સંબંધી અનેક સુધાર, સંસ્કાર આદિ કાર્યો કરવામાંથી મુક્તિ મળે છે. ૨. જેથી પ્રમાદ અને વિરાધના ઘટે છે. ૩. સ્વાધ્યાયની ક્ષતિનો બચાવ થાય છે. ૪. ઉપધિ સંબંધી આકાંક્ષાઓ રહેતી નથી ૫. અને એવા અભ્યાસી જીવને ઉપધિની અનુપલબ્ધિ થવા પર પણ ક્યારેય સંક્લેશ થતો નથી. (૩૫)આહારનો ત્યાગ કરતા રહેવાથી કે આહારને ઘટાડતા રહેવાથી – ૧. જીવવાના મોહનું ધીમે–ધીમે છેદન થાય છે. ૨. તથા તે જીવ આહારની અનુપલબ્ધિ થવા પર સંક્લેશ પામતો નથી પરંતુ ૩. તેવી પરિસ્થિતિમાં પણ પ્રસન્નચિત્ત રહી શકે છે. ૪. દુઃખાનુભૂતિ કરતો નથી. = = (૩૬) કષાયોના પ્રત્યાખ્યાન માટે પ્રયત્ન કરતા રહેવાથી . – ૧. પ્રાણી વીતરાગ ભાવની સમકક્ષ ભાવોની પ્રાપ્તિ કરે છે. ૨. એવો જીવ સુખ–દુઃખ બંને સ્થિતિમાં સમપરિણામી રહે છે, અર્થાત્ હર્ષ કે શોકથી પોતાના આત્માને અલિપ્ત રાખે છે. (૩૭)યોગ પ્રવૃત્તિઓને અલ્પતમ કરવાથી કે તેનો ત્યાગ કરવાથી – ૧. જીવ યોગ રહિત, આશ્રવ રહિત થઈને કર્મબંધ રહિત સ્થિતિને પ્રાપ્ત કરે છે. ૨. અને પૂર્વ કર્મોનો ક્ષય કરી દે છે. (૩૮) શરીરનો પૂર્ણપણે ત્યાગ કરી દેવાથી ૧. પ્રાણી આત્માને સિદ્ધ અવસ્થાના ગુણોથી યુક્ત બનાવી લે છે ૨. લોકાગ્રે પહોંચીને આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. ૩. જન્મ-મરણ અને સંસાર ભ્રમણથી સદાને માટે છૂટી જાય છે. (૩૯)કોઈપણ કાર્યમાં બીજાઓનો સહયોગ લેવાનું છોડી દેવાથી અર્થાત્ સમૂહમાં રહેવા છતાં પણ પોતાનું બધું કાર્ય જાતે કરવા રૂપ એકત્વચર્ચામાં રહેવાથી – ૧. સાધક સદા એકત્વભાવમાં રમણ કરે છે. એકત્વની સાધનાથી અભ્યસ્ત થઈ જાય છે. ૩. અનેક પ્રકારની અશાંતિથી તેમજ કલહ, કષાય, કોલાહલ અને હુંસાતુંસી વગેરે પ્રવૃત્તિઓથી મુક્ત થઈ જાય છે. ૪. તથા તેમને સંયમ, સંવર અને સમાધિની વિશિષ્ટ પ્રકારની પ્રાપ્તિ થાય છે. – (૪૦) આજીવન અનશન કરવાથી અર્થાત્ મૃત્યુ સમય નજીક જાણીને સ્વતઃ સંથારો ગ્રહણ કરી લેવાથી – ભવ પરંપરાની અલ્પતા થઈ જાય છે, અર્થાત્ તે પ્રાણી ભવ ભ્રમણ ઘટાડી અતિ અલ્પ ભવોમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે. (૪૧) સંપૂર્ણ દૈહિક પ્રવૃત્તિઓનો નિરોધ કરવાથી અર્થાત્ દેહ રહેવા છતાં પણ દેહાતીત બની જવાથી – તે કેવળજ્ઞાની યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરી, ચાર અઘાતી કર્મ ક્ષય કરી મુક્ત થઈ જાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ આગમસાર-પૂર્વાર્ધ (૪૨) વેશ અનુસાર આચાર વિધિનું ઈમાનદારી પૂર્વક પાલન કરવાથી અથવા અચલકતા ધારણ કરવાથી – ૧. સાધક હળવાપણું પ્રાપ્ત કરે છે. ૨. સ્પષ્ટ અને વિશ્વસ્ત લિંગવાળો બને છે. ૩. અપ્રમત્ત ભાવોની વૃદ્ધિ થાય છે. ૪. તે સાધક જિતેન્દ્રિય, સમિતિવંત તેમજ વિપુલ તપવાળો થઈ જાય છે. ૫. બધા પ્રાણીઓ માટે વિશ્વસનીય બની જાય છે. (૪૩) સાધુઓની સેવા શુશ્રુષા કરવાથી – તીર્થકર નામકર્મ બંધ રૂપ પુણ્ય ઉપાર્જન થાય છે. (૪૪) વિનય આદિ સર્વ ગુણોથી સંપન્ન થઈ જવાથી – ૧. જીવ ઉત્તરોત્તર મુક્તિગમનની નજીક થઈ જાય છે અને ૨. શારીરિક માનસિક દુઃખોનો ભાગીદાર બનતો નથી. એટલે અનેક દુઃખોથી છૂટી જાય છે. (૪૫) વીતરાગ ભાવોમાં રમણતા કરવાથી – ૧. જીવ સ્નેહ અને તુષ્માના અનબંધનોથી મુક્ત થઈ જાય છે અને ૨. મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દ રૂપ આદિનો સંયોગ થવા છતાં સદા વિરક્ત ભાવો સાથે નિઃસ્પૃહ બની રહે છે. (૪૬) ક્ષમા ધારણ કરવાથી – સાધક કષ્ટ, ઉપસર્ગ કે પરીષહો ઉપસ્થિત થાય ત્યારે દુઃખી બનતો નથી. પરંતુ પરીષહ વિજેતા બનીને પ્રસન્ન રહે છે. (૪૭) નિર્લોભી બનીને રહેવાથી – ૧. પ્રાણી અકિંચન, નિષ્પરિગ્રહી અને સાચો ફકીર બની જાય છે. ૨. એવા સાચા સાધક પાસે અર્થ લોલપી લોકો કંઈ પણ ઇચ્છા કે આશા રાખતા નથી. (૪૮) સરળતા ધારણ કરવાથી – ૧. ભાષામાં અને કાયામાં તથા ભાવોમાં સરળતા એકરૂપ બની જાય છે. ૨. એવી વ્યક્તિનું જીવન વિવાદ રહિત બની જાય છે. ૩. અને તે ધર્મનો સાચો આરાધક બને છે. (૪૯) મૃદુતા, લઘુતા, નમ્રતા, કોમળતાના સ્વભાવને ધારણ કરવાથી – ૧. જીવ ઉદ્ધત ભાવ અથવા ઉદંડ સ્વભાવવાળો બનતો. નથી. ૨. અને તે વ્યક્તિ આઠ પ્રકારના મદ(ઘમંડ) ના સ્થાનોનો વિનાશ કરી દે છે.[આઠ મદ પ્રત્યક્ષ – ત્રણ ગર્વ અપ્રત્યક્ષ હોય છે] (૫૦) અંતરાત્મામાં સચ્ચાઈ ધારણ કરવાથી ૧. જીવ ભાવોની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. ૨. અરિહંત ભાષિત ધર્મનો અને પરલોકનો આરાધક બને છે. (૫૧) પ્રમાણિકતા પૂર્વક કાર્ય કરવાથી ૧. જીવ અપૂર્વ કાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ૨. તથા તેની કથની અને કરણી એક થઈ જાય છે. (૫૨) મન, વચન અને કાયાની સચ્ચાઈ ધારણ કરવાથી – જીવ પોતાની બધી પ્રવૃત્તિઓને વિશુદ્ધ કરે છે. (૫૩) મનને ગોપવવાથી અર્થાત્ અશુભ મનને રોકીને તેને શુભરૂપમાં પરિણત કરતા રહેવાથી – ૧. જીવ ચિત્તની એકાગ્રતા વાળો બને છે. ૨. અશુભ સંકલ્પોથી મનની રક્ષા કરી, સંયમની આરાધના કરે છે. (૫૪) વચનને ગોપવવાથી અર્થાત્ મૌનવ્રત ધારણ કરવાથી – ૧. જીવ વિચાર શૂન્યતાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સંકલ્પ-વિકલ્પોથી મુક્ત બનવામાં અગ્રેસર બને છે. ૨. અને તેને આધ્યાત્મ યોગ તેમજ શુભ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. (૫૫)કાયાના ગોપનાથી અર્થાત્ અંગોપાંગના ગોપનથી ૧.કાયિક સ્થિરતાને પ્રાપ્ત કરે છે. તેમજ પાપના આશ્રવોનો નિરોધ કરે છે (૫૬) મનને આગમકથિત ભાવોમાં સારી રીતે જોડવાથી – ૧. જીવ એકાગ્રતા અને જ્ઞાનની વિશિષ્ટ ક્ષમતા પ્રાપ્ત કરે છે. ૨. તથા તે સમકિતની વિશુદ્ધિ કરે છે અને મિથ્યાત્વનો ક્ષય કરે છે. (૫૭) વાણીને સ્વાધ્યાયમાં સારી રીતે જોડવાથી – ૧. ભાષાથી સંબંધિત સમકિતના વિષયની વિશુદ્ધિ થાય છે. ૨. તેને સુલભ બોધિની પ્રાપ્તિ થાય છે અને દુર્લભ બોધિનો ક્ષય થાય છે. (૫૮) સંયમના યોગોમાં કાયાને સારી રીતે જોડવાથી – ૧. ચારિત્રની વિશુદ્ધિ થાય છે અને ૨. સર્વ દુઃખોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. (૫૯)આગમજ્ઞાન–સંપન્ન થવાથી – ૧. વિશાળ તત્ત્વોનો જ્ઞાતા બની જાય છે. ૨. સૂત્ર જ્ઞાનથી સંપન્ન જીવ, દોરો પરોવેલ સોયની. જેમ સંસારમાં સુરક્ષિત રહે છે. અર્થાત્ ક્યાંય પણ ખોવાઈ જતો કે ભૂલો પડતો નથી. ૨. સિદ્ધાંતોમાં કોવિદ બનેલો તે જ્ઞાની લોકોમાં પ્રમાણિક અને આધારભૂત પુરુષ માનવામાં આવે છે. (so) જિન પ્રવચનમાં ગાઢ શ્રદ્ધા સંપન થવાથી – ૧. પ્રાણી મિથ્યાત્વનો વિચ્છેદ કરી દે છે. અને ૨. ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે. અર્થાત્ તેનો સમકિત રૂપી દીપક ક્યારેય બુજાતો નથી તથા તે ૩. જ્ઞાન-દર્શનની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતો થકો અણુત્તર જ્ઞાન-દર્શન પ્રાપ્ત કરે છે. (૧) ચારિત્રથી સુસંપન્ન બનવાથી – જીવ શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી, અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. (૨-૬) પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી– ૧. જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ ઇન્દ્રિય-વિષયો ઉપસ્થિત થવા છતાં રાગ-દ્વેષ અને કર્મ બંધ કરતો નથી. (૬૭–૭૦) ચારે કષાયો પર વિજય પ્રાપ્ત કરી લેવાથી– ૧. સાધક ક્રમશઃ ક્ષમા, નમ્રતા, સરલતા અને નિર્લોભીપણાના ગુણથી સંપન્ન બની જાય છે. ૨. અને તજજન્ય કર્મ બંધ નહિ કરતાં પૂર્વ કર્મોનો ક્ષય કરે છે. (૭૧-૭૩) રાગ-દ્વેષ અને મિથ્યાત્વ પાપ પર વિજય પ્રાપ્ત કરવાથી અર્થાત્ તેવા પરિણામોનો ક્ષય કરી દેવાથી– ૧. સાધક રત્નત્રયની આરાધનામાં ઉપસ્થિત થાય છે. ૨. પછી મોહ કર્મ આદિનો ક્ષય કરી સર્વજ્ઞ સર્વદર્શી બને છે. ૩. તેને કેવળ બે સમયની સ્થિતિવાળા શાતા વેદનીય કર્મનો જ બંધ થાય છે. ૪. અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહેવા પર તે કેવળી ત્રણે યોગ અને શ્વાસોશ્વાસનો નિરોધ કરે છે. ૫. જેથી તેના આત્મપ્રદેશ શરીરની બે તૃતીયાંશ અવગાહનામાં સ્થિર થઈ જાય છે, અર્થાત્ પછી આત્મ પ્રદેશોનું શરીરમાં ભ્રમણ બંધ થઈ જાય છે. ૬. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરીને અને શરીરનો ત્યાગ કરીને, તે જીવ શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. સમ્યક પરાક્રમ નામના આ અધ્યયનમાં દર્શિત સર્વ સ્થાનોમાં સાધકોએ યથાશક્તિ, યથાસમય, સમ્યકપણે પરાક્રમ કરતાં જ રહેવું જોઈએ. એમ કરવાથી જ સંયમમાં ઉપસ્થિત થનારા તે સાધકો આત્મકલ્યાણ સાધીને સદાને માટે કૃતકૃત્ય બની જાય Page #99 -------------------------------------------------------------------------- ________________ 99 આગમસાર jainology ત્રીસમું અધ્યયન તપનું સ્વરૂપ આ અધ્યયનમાં તપના સ્વરૂપનું અને તેના ભેદાનભેદોનું વર્ણન છે. જેવી રીતે મહાસરોવરમાં પાણી આવવાના માર્ગ બંધ કરી દેવાથી અને પાણીને બહાર કાઢતાં રહેવાથી તેમજ સૂર્યના તાપથી ક્રમશઃ પાણી સુકાઈ જતાં તેનું પાણી ખાલી કરી શકાય છે. તેવી રીતે શ્રમણોના સંપૂર્ણ નવા કર્મોનો અટકાવ થાય છે, પછી ઉતરોત્તર તપનું આચરણ કરતા રહેવાથી કરોડો ભવોના સંચિત્ત કરેલા કર્મો પણ ક્ષય થઈ જાય છે. અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ અને રાત્રિભોજનથી સર્વથા નિવૃત્ત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુક્ત, કષાયોથી મુક્ત, જિતેન્દ્રિય, ત્રણ ગર્વ અને ત્રણ શલ્યથી રહિત મુનિ કર્મ આશ્રવથી પણ રહિત થઈ જાય છે. અનશન આદિ છ પ્રકારના બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાય, ધ્યાન આદિ છ પ્રકારના આત્યંતર તપનું અધિકાધિક આચરણ કરવાથી મુનિ ક્રમશઃ કર્મોથી મુક્ત બની જાય છે. (૧) નવકારસી, પોરસી, નવી, આયંબિલ, કે ઉપવાસથી લઈને છ માસ સુધીનું તપ અને અન્ય અનેક શ્રેણી, પ્રતર આદિ તપ વગેરે ઇ–રિક અનશન તપ છે. સંથારો કરવો એ આજીવન અનશન છે. તે પણ શરીરના બાહ્ય પરિકર્મયુક્ત અને પરિકર્મ રહિત બંને પ્રકારનો હોય છે.(૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયના ભેદથી ઉણોદરી તપના પાંચ પ્રકાર છે. ભૂખથી ઓછું ખાવું, દ્રવ્ય અભિગ્રહ સંબંધિત છે.(૩) પેટી, અર્ધપેટી આદિ આઠ પ્રકારની ગોચરી અને સાત પ્રકારની પિંડેષણા તેમજ અન્ય અનેક પ્રકારના નિયમ–અભિગ્રહમાંથી કોઈપણ અભિગ્રહ કરીને ભિક્ષા માટે જવું એ ભિક્ષાચર્યા તપ છે. (૪) પાંચ વિનયમાંથી કોઈપણ એક અથવા અનેક વિષયનો ત્યાગ કરવો અથવા અનેક મનગમતા(પ્રિય) ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો રસપરિત્યાગ તપ છે.(૫) વિરાસન આદિ અનેક કઠિન આસન કરવા, રાત્રિભર એક આસન કરવું, લોચ કરવો, પરીષહ વગેરે સહન કરવા; એ બધા કાયક્લેશ તપ છે.(૬) જંગલ, વૃક્ષ, પર્વત, સ્મશાન વગેરે એકાન્ત સ્થાનમાં આત્મલીન થઈને રહેવું, તેમજ કષાય, યોગ અને ઇન્દ્રિય-વિષયોનો ત્યાગ કરવો પ્રતિસલીનતા તપ છે.(૭) દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો, પ્રાયશ્ચિત્ત તપ છે.(૮) ઊભા થવું, આસન આપવું, હાથ જોડીને મસ્તક નમાવવું આદિ ગુરુ ભક્તિ અને ભાવ સુશ્રુષા કરવી વિનય તપ છે.(૯) આચાર્ય, વિર, રોગી, નવદીક્ષિત આદિ દશવિધ શ્રમણોની યથાશક્તિ સેવા કરવી વૈયાવચ્ચ તપ છે. (૧૦) સ્વાધ્યાય-૧. નવાં-નવાં સૂત્રો અને શાસ્ત્રોના મૂળ અને અર્થની વાચના લેવી, તેમને કંઠસ્થ કરવા, ૨. શંકાઓને પૂછીને સમાધાન કરવું ૩. શીખેલા જ્ઞાનનું પુનરાવર્તન કરવું. ૪. અનુપ્રેક્ષા કરવી, પ. ધર્મનો ઉપદેશ આપવો વગેરે સ્વાધ્યાય તપ છે. (૧૧) આત્મસ્વરૂપનું એકત્વ, અન્યત્વ, અશરણ આદિ ભાવનાઓનું, લોકના સ્વરૂપનું, એકાગ્રચિત્તથી આત્માનુલક્ષી સુક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન કરતાં-કરતાં તેમાં લીન થઈ જવું, તે ધ્યાન તપ છે. તે ધ્યાનમાં પ્રથમ અવસ્થા ધર્મધ્યાનરૂપ છે અને એકાગ્રતામાં આગળ વધીને, સાધક અતિ સૂક્ષ્મ ધ્યાન અવસ્થારૂપ શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરે છે. (૧૨) વ્યુત્સર્ગ–મન, વચન, કાયાની વૃત્તિઓનો નિર્ધારિત સમય માટે પૂર્ણ રૂપથી (પૂરેપૂરી રીતે) ત્યાગ કરવો યોગ–બુત્સર્ગ છે. તેને પ્રચલિત ભાષામાં કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) કહેવામાં આવે છે. એવી રીતે કષાયોનું, કર્મોનું, ગણ–સમૂહનું વ્યત્સર્જન કરીને એકાકીપણે રહેવું, વગેરે બધા ય વ્યત્સર્ગ તપ છે. તેના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. સમૂહમાં રહેવા છતાં એકત્વ ભાવના ભાવવી તે ભાવથી એકાકીપણું. આ બાહ્ય અને આત્યંતર તપને જે મુનિ યથાશક્તિ ધારણ કરી, તેમાં ઉતરોત્તર વૃદ્ધિ કરતાં સમ્યક આરાધન કરે તે શીધ્ર સંસારથી મુક્ત થાય છે. એકત્રીસમું અધ્યયન ચરણવિધિ આ અધ્યયનમાં એકથી લઈને તેત્રીસ બોલ સુધી આચારના વિષયો પરનું વર્ણન છે. જેમાં કેટલાક ય(જાણવા જેવા) છે. કેટલાક ઉપાય(આદરવા જેવા) છે અને કેટલાક હેય(છોડવા લાયક) છે. સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, શ્રમણ ધર્મ, પડિમા, આદિ ઉપાદેય છે. કષાય, દંડ, અસંયમ, બંધન, શલ્ય, ગર્વ, સંજ્ઞા, ભય, મદ આદિ હેય છે. છ કાય, ભૂતગ્રામ, પરમાધામી, સૂત્રકૃતાંગ સૂત્ર, જ્ઞાતાસૂત્ર, દશાશ્રુત સ્કંધ વગેરે સૂત્રોના અધ્યયન જોય છે. અંતમાં, ગુરુ રત્નાધિકની તેત્રીસ આસાતનાઓનું વર્ણન છે. બત્રીસમું અધ્યયન : પ્રમાદથી સુરક્ષા આ અધ્યયનમાં મૈથુનભાવ અને પાંચ ઇન્દ્રિયોના વિષયના સંદર્ભમાં વિસ્તાર પૂર્વક વર્ણન કરીને, પ્રમાદાચરણ વિશે સમજાવીને, એનાથી આત્માને સાવધાન અને સુરક્ષિત રહેવાની પ્રેરણા આપવામાં આવી છે અને સુરક્ષિત રહેવાની વિધિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. (૧) સંપૂર્ણ જ્ઞાનને પ્રગટ કરવાથી તથા અજ્ઞાન અને મોહનો ત્યાગ કરવાથી તેમજ રાગ દ્વેષનો ક્ષય કરવાથી એકાન્ત સુખના સ્થાનરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. (૨) એ માટે – ૧. વૃધ અને ગુરુજનોની સેવા ૨. બાલ જીવોની સોબતનો ત્યાગ ૩. સ્વાધ્યાય ૪. એકાન્તનું સેવન ૫. સૂત્રાર્થ ચિંતન ૬. પરિમિત આહાર છે. યોગ્ય સાથી ૮. જનાકુલતા રહિત સ્થાન; આ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. (૩) કદાચ કર્મયોગે યોગ્ય સહાયક સાથી ન મળે તો આત્માર્થી મુનિ સમસ્ત પાપોનું નિવારણ કરતાં બ્રહ્મચર્યની સાધનામાં વિશિષ્ટ સાવધાન રહેતાં એકલા જ વિચરણ કરે.(૪) લોભ, તૃષ્ણા અને મોહના ત્યાગથી દુ:ખોનો શીધ્ર નાશ સંભવ છે. (પ) રાગ, દ્વેષ અને મોહ એ કમોના મૂળ છે અને કર્મ એ દુ:ખ-સંસારના મૂળ છે. (૬) બ્રહ્મચર્યના સાધક આરાધક મુનિઓએ રસોનું, વિગયોનું અધિક પ્રમાણમાં સેવન ન કરવું, પેટ ભરીને ક્યારેય ન ખાવું, સ્ત્રી આદિના સંપર્ક રહિત, અને તેના નિવાસ રહિત, એકાત્ત સ્થાનમાં રહેવું, સ્ત્રીના હાસ્ય, વિલાસ, રૂપ, લાવણ્ય વગેરેનું શ્રવણ કે Page #100 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 100 અવલોકન ન કરવું તેમજ સ્ત્રી વિશે ચિંતન ન કરવું.(૭) વિભૂષિત દેવાંગનાઓ પણ બ્રહ્મચર્યમાં લીન બનેલા મુનિઓને ચલિત કરવામાં સમર્થ ન હોય, એવા સાધક માટે પણ ભગવાને સ્ત્રી આદિથી રહિત સ્થાનમાં રહેવું જ એકાંત હિતકારી કહ્યું છે. (૮) ‘કિંપાક ફળ’ સ્વાદમાં, વર્ણમાં, ખાવામાં અતિ મનભાવક હોય છે પરંતુ તેનું પરિણામ વિષમય હોય છે. તેવી જ રીતે કામભોગોનું પરિણામ મહા દુ:ખદાયી હોય છે.(૯) સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષો પર પક્ષીઓ આવજા કરતાં રહે છે. તે જ રીતે પૌષ્ટિક ભોજન કરનારના મનમાં વિકાર વાસનાના સંકલ્પો આવતા રહે છે. (૧૦) જેમ ઘણાં વૃક્ષોવાળા (લાકડાંવાળા) જંગલમાં લાગેલી આગને શાંત કરવી મુશ્કેલ છે એવી જ રીતે અતિ ભોજન કરનારના ચિત્તમાં અસાધ્ય કામાગ્નિ ઉત્પન્ન થાય છે તે બ્રહ્મચારીઓ માટે જરા પણ હિતકારી નથી. (૧૧) જે રીતે બિલાડીના આવાસ પાસે ઉંદરોનું રહેવું ક્યારેય ઉચિત્ત નથી તેવી જ રીતે સ્ત્રીના નિવાસ સ્થાનમાં સાધુને સાથે રહેવું, ગમનાગમન કરવું, હંમેશાં અનુચિત્ત હોય છે. (૧૨) પાંચ ઇન્દ્રિયોમાં આસક્ત બનેલો આ જીવ અનેક પ્રકારના પાપોનું આચરણ કરતો હોય છે. તે વિષયોને સંતોષવામાં મુગ્ધ બનીને રાત–દિવસ દુઃખી અને અશાન્ત રહે છે. જૂઠ, કપટ, ચોરી આદિ કરે છે અને અનેક પ્રકારના કર્મ બાંધીને સંસાર વધારે છે. (૧૩) પ્રસ્તુત અધ્યયનમાં પાંચ ઇન્દ્રિયો અને કામભોગની આસક્તિથી જીવન નાશ કરનાર પ્રાણીઓનું ઉદાહરણ આપીને, તે ઉદાહરણ દ્વારા વિષયોથી વિરક્ત થવાની પ્રેરણા આપવામાં આવી છે. (૧૪) શ્રોતેન્દ્રિયમાં હરણ, ચક્ષુઇન્દ્રિયમાં પતંગીયું, ઘ્રાણેન્દ્રિયમાં સર્પ, ૨સનેન્દ્રિયમાં મચ્છ, સ્પર્શેન્દ્રિયમાં પાડો અને કામભોગમાં હાથી, પોતાના પ્રાણ ગુમાવી દે છે. (૧૫) મોક્ષાર્થી સાધક જલ કમલવત્’ આ બધા વિષયોમાં વિરક્ત રહીને સંસારથી અલિપ્ત રહે છે. (૧૬) વિરક્ત, જ્ઞાની, અને સતત સાવધાન સાધકને માટે આ ઇન્દ્રિયોના વિષય જરા પણ દુ:ખ આપનાર થતા નથી, અર્થાત્ તે (સાધક આત્મા) તેમાં લપેટાતો જ નથી. કારણ કે સદા તેના તરફ વીતરાગ ભાવો જેવી દષ્ટિ રાખે છે. (૧૭) આમ દુઃખ આ વિષયોમાં નથી, પરંતુ આત્માના રાગ–દ્વેષ જન્ય પરિણામોમાં અને આસક્તિમાં તથા અજ્ઞાનમાં જ દુઃખ ભરેલું છે. જ્ઞાની અને વિરક્ત આત્માઓને માટે આ બધા વિષયો જરા પણ પીડાકારી થતા નથી. આ ઇન્દ્રિયોના વિષયો તો સ્વતઃ હંમેશા તે વિરક્ત આત્માથી દૂર ભાગે છે. આ જાણીને મુનિઓ નિરંતર વિરક્તતાના ભાવોમાં વૃદ્ધિ કરીને સંકલ્પ– વિકલ્પોથી આગળ વધીને સંપૂર્ણ તૃષ્ણા ઇચ્છાઓથી . મુક્ત બને છે. તેત્રીસમું અધ્યયન : અષ્ટ કર્મ (૧) આ અધ્યયનમાં, મૂળ કર્મ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ ૭૧ કહેવામાં આવી છે. વેદનીય અને નામ કર્મના બે–બે ભેદ કહીને તેના પુનઃ અનેક ભેદ છે એવું પણ સુચન કર્યું છે– ૧. જ્ઞાનાવરણીયના–૫. ૨. દર્શનાવરણીયના–૯. ૩. વેદનીયના–૨. ૪. મોહનીયના–૨૮. ૫. આયુષ્યના ૪. ૬. નામકર્મના—૨. ૭. ગોત્રકર્મના−૧૬. ૮. અંતરાયના—૫; આ સર્વ મળીને કુલ ૭૧ થાય છે. (૨) એક સમયમાં અનંત કર્મોના પુદ્ગલ આત્મા સાથે લાગે છે. તે બધી દિશાઓ માંથી લાગે છે અને બધા આત્મ પ્રદેશો પર તેનો બંધ સમાન રૂપે હોય છે. (૩) આઠ કર્મોની બંધ સ્થિતિ આ પ્રમાણે છે— જઘન્ય સ્થિતિ ક્રમ કર્મ ૧ ૨ ૩ ૪ ૫ S ૭ ८ અંતરાય અંતર્મુહૂર્ત ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ (૪) મોક્ષાર્થી સાધકે આ કર્મોને જાણીને નવા કર્મ બંધ ન કરવા જોઇએ અને પૂર્વે બાંધેલા કર્મોનો તપ–સંયમથી ક્ષય કરવા માટે પ્રયત્ન કરવો જોઇએ. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદનીય મોહનીય આયુષ્ય નામ ગોત્ર અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતમુહૂર્ત આઠ મુહૂર્ત આઠ મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ સિતેર ક્રોડાક્રોડ સાગરોપમ તેત્રીસ સાગરોપમ વીસ ક્રોડાક્રોડ સાગરોપમ વીસ ક્રોડાક્રોડ સાગરોપમ ચોત્રીસમું અધ્યયન : લેશ્યાનું સ્વરૂપ કૃષ્ણ, નીલ, કાપોત આ ત્રણ લેશ્યા અશુભ છે અને તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યાઓ શુભ છે અથવા ત્રણ અધર્મ લેશ્યાઓ છે તે જીવને દુર્ગતિમાં લઈ જનાર છે. અને ત્રણ ધર્મ લેશ્યાઓ જીવને સદ્ગતિમાં લઈ જનાર છે. છે લેશ્યા, દ્રવ્ય અને ભાવ રૂપ બે પ્રકારની હોય છે. ભાવ લેશ્યા તો આત્માના પરિણામ અર્થાત્ અધ્યવસાય રૂપ છે અને તે અરૂપી છે. દ્રવ્ય લેશ્યા પુદ્ગલમય હોવાથી રૂપી છે. તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ, સ્થાન, સ્થિતિ વગેરેના સ્વરૂપનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ભાવ લેશ્યાની અપેક્ષાએ અહીં – લક્ષણ, ગતિ, આયુબંધનું વર્ણન કરવામાં આવ્યું છે. (૧) કૃષ્ણ લેશ્યાનાં લક્ષણ :- • પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, અગુપ્ત, અવિરત, તીવ્ર ભાવોથી આરંભ સમારંભમાં પ્રવૃત્ત, નિર્દય, ક્રૂર, અજિતેન્દ્રિય, આ પ્રકારના પરિણામોવાળા જીવને કૃષ્ણ લેશ્યાવાળો સમજવો જોઇએ. (૨) નીલ લેશ્યાના લક્ષણ :- - ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અજ્ઞાની, માયાવી (કપટી), નિર્લજ્જ, આસક્ત, ધૂર્ત, પ્રમાદી, રસ–લોલુપ, સુખૈશી, અવ્રતી, ક્ષુદ્ર સ્વભાવી, આ પ્રકારના પરિણામોવાળા જીવને નીલ લેશ્યાવાળો સમજવો જોઇએ. Page #101 -------------------------------------------------------------------------- ________________ 101 jainology આગમસાર (૩) કાપોત લેશયાનાં લક્ષણ – વક્ર, વક્રઆચરણવાળો, કપટી, સરલતા રહિત, દોષોને છુપાવનારો, મિથ્યાદષ્ટી, અનાર્ય, હંસોડ, દુષ્ટવાદી, ચોર, મત્સર ભાવ વાળો; આ પ્રકારના પરિણામોવાળા જીવને કાપોત લેશ્યા વાળો સમજવો જોઈએ. (૪) જો લેશ્યાનાં લક્ષણ :- નમ્રવૃત્તિ, ચપળતા રહિત, માયા રહિત, કુતૂહલ રહિત, વિનયયુક્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સમાધિવાન, પ્રિયધર્મી, દ્રઢધર્મી, પાપભીરુ, મોક્ષાર્થી; આ પ્રકારના પરિણામોવાળા જીવને તેજો વેશ્યાવાળો સમજવો જોઇએ. (૫) પધ લેશ્યાનાં લક્ષણ :- ક્રોધ, માન, માયા, લોભ અત્યંત અલ્પ હોય, પ્રશાંત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, તપસ્વી, અલ્પભાષી, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે આ પ્રકારના પરિણામવાળા જીવને પદ્મ લેશ્યાવાળો સમજવો જોઇએ. (૬) શુકલ લેગ્યાનાં લક્ષણ :- આર્ત-રૌદ્ર ધ્યાનને છોડીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં લીન, પ્રશાન્ત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સમિતિવાન, ગુપ્તિવાન, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે આ પ્રકારના ગુણોથી યુક્ત સરાગી હોય કે વીતરાગી તે પરિણામો- વાળા જીવને શુક્લ લેશ્યાવાળો સમજવો જોઈએ. (૭) અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીકાલના જેટલા સમય હોય છે તેટલા અસંખ્યાત સ્થાન(દરજ્જા) લેશ્યાઓના હોય છે. (૮) લેશ્યાઓની સ્થિતિ:જીવ લેશ્યા વિવરણ જઘન્ય સ્થિતિ ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વજીવ કૃષ્ણલેશ્યા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોળ સર્વજીવ નીલલેશ્યા અંતર્મુહૂર્ત પલ્યો અસં૦ ભાગ અધિક દસ સાગરોળ સર્વજીવ કાપોતલેશ્યા અંતર્મુહૂર્ત પલ્યો) અસંવ ભાગ અધિક ત્રણ સાગરોળ સર્વજીવ તેજોલેશ્યા અંતર્મુહૂર્ત પલ્યો અસંવ ભાગ અધિક બે સાગરોળ સર્વજીવ પાલેશ્યા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અધિક દસ સાગરો.. સર્વજીવ શુક્લલેશ્યા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોળ નારકી કાપોતલેશ્યા ૧૦ હજાર વર્ષ પલ્યો અસં૦ ભાગ અધિક ત્રણ સાગરો નારકી નીલલેશ્યા પલ્યોછેઅસં૦ ભાગ પલ્યોઅસંવ ભાગ અધિક દસ સાગરોળ અધિક ત્રણ સાગરોળ નારકી કૃષ્ણલેશ્યા પલ્યો)અસંવે ભાગ અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોળ અધિક દસ સાગરોળ દેવતા કૃષ્ણલેશ્યા (૧) ૧૦ હજાર વર્ષ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા નીલલેશ્યા પલ્યો૦ અio ભાગ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા કાપોતલેશ્યા પલ્યો) અસંવે ભાગ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ પલ્યો. અસં. ભાગ અધિક બે સાગરોપમ ભવનપતિ તેજોલેશ્યા ૧૦ હજાર વર્ષ સાધિક એક સાગરોપમ વાણવ્યંતર તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ ૧ પલ્યોપમ જ્યોતિષી તેજલેશ્યા પલ્યો.નો આઠમો ભાગ ૧ પલ્યોપમ અને એક લાખ વર્ષ વૈમાનિક તેજલેશ્યા ૧ પલ્યોપમ ૨ સાગરોપમ અધિક વૈમાનિક પાલેશ્યા ૨ સાગરોપમ અધિક ૧૦ સાગરોપમ વૈમાનિક શુક્લલેશ્યા ૧૦ સાગરોપમ સાધિક ૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત અધિક તિર્યંચ લેશ્યા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત મનુષ્ય પ લેશ્યા અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત મનુષ્ય શુક્લલેશ્યા અંતર્મુહૂર્ત દેશોન કોડ પૂર્વ વર્ષ નોધ(૧): દેવતાઓમાં કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે. તેનાથી નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે, ત્યારપછી કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે. તેમ છતાં બધી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેવાય છે. ચાર્ટમાં આપેલી આ સર્વ સ્થિતિ દ્રવ્યલેશ્યાની મુખ્યતાએ સમજવી. (૯) કોઈપણ લેશ્યા પ્રારંભ થાય તેના પ્રથમ આદિ સમયમાં જીવ મરતો નથી. અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત થયા પછી અને અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત લેશ્યાનું બાકી રહે ત્યારે જીવ મરીને પરલોકમાં જાય છે. તેથી જે લેગ્યામાં મરીને જાય છે તે જ લેગ્યામાં પરભવમાં જન્મે છે. (૧૦) મુમુક્ષુ આત્માઓએ વેશ્યાઓના સ્વરૂપ(લક્ષણ)ને જાણી અપ્રશસ્ત લેશ્યાઓનું વર્જન કરી, તેવા પરિણામોથી દૂર થઈ, પ્રશસ્ત લેશ્યાના લક્ષણ રૂપ ભાવોમાં, પરિણામોમાં આત્માને સ્થાપિત કરી સ્થિત રાખવા. પાંત્રીસમું અધ્યયન: મુનિ ધર્મ (૧) ગૃહવાસનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરનાર મુનિએ હિંસા આદિનો તથા ઇચ્છા અને લોભનો ત્યાગ કરવો જોઈએ. (૨) મનોહર ઘરમાં રહેવાની ઇચ્છા પણ ન કરવી જોઇએ. (૩) કોઈપણ પ્રકારના મકાનોના નિર્માણ કાર્યમાં અંશતઃ પણ ભાગ ન લેવો જોઇએ. કારણ કે તે કાર્ય ત્ર-સ્થાવર અનેક જીવોના સંહારરૂપ બને છે. તેની અનુમોદના અને પ્રેરણા આપવી એ પણ મહાન પાપ કર્મોને પેદા કરનાર છે એટલે મહાન કર્મબંધ કરાવનાર થાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 102 (૪) એવી જ રીતે આહાર પાણી પકાવવાનું અને પકાવતાને અનુમોદન આપવાનું કાર્ય પણ અનેક પાપોથી યુક્ત છે અર્થાત્ ઘણાં જીવોની હિંસા કરનાર છે. તેથી અણગારોએ આવા કાર્યોમાં ભાગ ન લેવો અને તેઓને માટે કોઈ આહાર પાણી બનાવે તો તેને ગ્રહણ કરવાની મનથી પણ ઇચ્છા ન કરવી. (૫) મુનિ ધન-સંપત્તિ રાખવાની મનથી પણ ઇચ્છા ન કરે. સોના અને પત્થરને સમાનભાવથી જુએ. કંઈ પણ ખરીદે નહિ અને ખરીદનારને અનુમોદન આપે નહિ. કારણકે એવું કરનાર વણિક(વ્યાપારી) હોય છે. (૬) મુનિ સામુદાનિક (અનેક ઘરેથી ફરીને) પ્રાપ્ત થયેલ ભિક્ષાથી જીવન નિર્વાહ કરે, લાભ અલાભમાં સંતુષ્ટ રહે, સ્વાદ માટે કંઈ પણ ન ખાય, પૂજા, પ્રતિષ્ઠા, વંદન નમસ્કાર સન્માનની મનથી પણ ઇચ્છા ન કરે અર્થાત્ એના માટે કોઈ પણ પ્રવૃતિ ન કરે. નિર્મમત્વી અને નિરઅહંકારી બનીને સાધના કરે. મૃત્યુના સમયે આહારનો ત્યાગ કરીને, શરીર પરથી મૂર્છા હટાવીને, દેહાતીત બનીને શુક્લ ધ્યાનમાં લીન બને. આ પ્રકારે આરાધના કરનાર, કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમ નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે. છત્રીસમું અધ્યયન : જીવ—અજીવ આ અધ્યયનમાં ૨૭૪ ગાથાઓ છે અને તેનાથી ઓછી–વત્તી પણ મળે . આમાં જીવ–અજીવનું વિસ્તૃત વિવેચનાત્મક વર્ણન છે જે અધિકતમ જીવાભિગમ સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં ઉપલબ્ધ છે માટે અહીં સંપૂર્ણ સારાંશ લીધેલ નથી. માત્ર પરિચયાત્મક કથન ર્યું છે. (૧) આ અધ્યયનમાં અરૂપી અને રૂપી અજીવના ભેદ–પ્રભેદ સાથે તેમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને પછી જીવના વર્ણનનો પ્રારંભ કરતાં, સિદ્ધોના ભેદ અને સ્વરૂપની સમજણ આપવામાં આવી છે; સાથે—સાથે સિદ્ધસ્થાન, સિદ્ધશિલાનું વર્ણન છે. અંતમાં, સિદ્ધોની અવગાહના અને તેમના અતુલ સુખોનું વર્ણન કરવામાં આવ્યું છે. (૨) પૃથ્વીકાયનું વર્ણન કરતાં, કઠણ પૃથ્વીના ૩૬ અને મૃદુ પૃથ્વીના સાત ભેદ કહેવામાં આવ્યા છે. અને પછી તેની સ્થિતિ, કાયસ્થિતિ અને અંતર–કાળ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. (૩) પૃથ્વીકાયના વર્ણન અનુસાર બાકીના ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, નારકીના જીવ, તિર્યંચપંચેન્દ્રિય જલચર આદિ, મનુષ્ય અને ચારેય જાતિના દેવોના ભેદ–પ્રભેદ ; નામ, સ્થિતિ, કાયસ્થિતિ અને અંતરકાળ બતાવવામાં આવ્યા છે. (૪) આ જીવ–અજીવનું સ્વરૂપ જાણીને અને શ્રદ્ધા કરીને મુનિ સંયમમાં રમણતા કરે. ક્રમશઃ સંલેખના કરે. તે સંલેખના (સંથારો કરવા પહેલાની સાધના) જઘન્ય ૬ મહિનાની, મધ્યમ ૧ વર્ષની અને ઉત્કૃષ્ટ ૧૨ વર્ષની હોય છે. (૫) મુનિ કોઈ પણ પ્રકારનું નિયાણું ન કરે તેમજ હાસ્ય વિનોદવાળી કાંદર્ષિકવૃત્તિ; મંત્ર કે નિમિત્ત પ્રયોગરૂપ આભિયોગિક વૃત્તિ, કેવળી, ધર્માચાર્ય, સંઘ અને સાધુના અવર્ણવાદ રૂપ કિક્વિષિકવૃત્તિ; રૌદ્રભાવ રૂપ આસુરીવૃત્તિ અને આત્મઘાત રૂપ મોહી વૃત્તિ કરીને સંયમની વિરાધના ન કરે. (૬) જિનવચનમાં અનુરકત બનીને ભાવપૂર્વક આગમ આજ્ઞાનું પાલન કરવાથી જીવ કર્મમળ રહિત અને સંક્લેશ રહિત બનીને, ક્રમશઃ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. ૫ ઉત્તરાધ્યયન સૂત્રનો સારાંશ સંપૂર્ણ ગાથા – (અકકોસેજજા પરે ભિકખૂ, ન તેસિં પડિસંજલે .- સરસો હોઈ બાલાણું, તન્હા ભિકખુણ સંજલે ) ઉતરા. – ૨૫ ભાવાર્થ : કોઈના દ્વારા કંઈ પણ દુર્વચન કે દુર્વ્યવહાર કરવા છતાં સાધુ તેની બરાબરી ન કરે. (અર્થાત્ તેના જેવો ન થાય) કારણકે દુર્વ્યવહાર કરનાર બાળ છે, અજ્ઞાની છે, મૂર્ખ છે અને સાધક (ભિક્ષુક) જો તેની બરાબરી કરે તો તે પણ મુર્ખાની કક્ષામાં ગણાશે. આથી, સાધકે ક્યારેય પણ ક્રોધમાં બરાબરી ન કરવી જોઇએ. ગાથા – (જાએ સદ્ઘાએ નિષ્યંતો, તમેવ અણુપાલિજજા, વિયહિન્દુ વિસોત્તિયં .) = ભાવાર્થ : જે ઉત્સાહથી, વૈરાગ્યથી અને જે ભાવનાથી સંયમ લીધેલ છે તે જ ઉત્સાહથી બધી માનસિક, વૈચારિક અને પરિસ્થિતિક બાધાઓને દૂર કરતાં થકા શુદ્ધ સંયમની આરાધના કરવી જોઇએ.........આચારાંગસૂત્ર. આચારાંગ (પ્રથમ શ્રુત સ્કંધ ) આ સૂત્ર ગણધર સુધર્માકૃત દ્વાદશાંગીમાં પ્રથમ સૂત્ર છે. તેમાં બે શ્રુતસ્કન્ધ (વિભાગ) છે. પ્રથમ વિભાગમાં નવ અધ્યયનનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સાતમા અધ્યયન સિવાયના આઠ અધ્યયન ઉપલબ્ધ છે. દરેક અધ્યયનમાં અનેક ઉદ્દેશક છે. આ વિભાગમાં સંસારથી વિરક્તિ, સંયમ પાલનમાં ઉત્સાહ અને કર્મો સામે યુદ્ધ કરવાની ક્ષમતા–વૃદ્ધિને બળ આપનારી, સંક્ષિપ્ત વાતો શિખામણરૂપે અને પ્રેરણારૂપે કહેવામાં આવી છે. અંતિમ નવમા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીના સંયમી જીવનનો અને એમના કષ્ટમય છદ્મસ્થ કાળનો સંક્ષિપ્ત પરિચય છે. જે સાધકના હૃદયમાં વિવેક અને વીરતા જાગૃત કરે એવા આદર્શરૂપમાં વર્ણવવામાં આવ્યો છે. બીજા શ્રુત સ્કંધમાં, સંયમ આરાધના કરવા માટે જીવનમાં આવશ્યક પદાર્થ, આહાર, વિહાર, શય્યા, ઉપધિ વગેરેની બાબતોમાં વિવેકનું વિધાન, વિધિ અને નિષેધ વાક્યો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. ભાષા આદિ અન્ય વિષયોની બાબતમાં પણ વિવેકનું સૂચન કરવામાં આવ્યું છે. અંતમાં ૨૫ ભાવના સહિત, ૫ મહાવ્રતનું સ્વરૂપ સમજાવીને સાથેસાથે ભગવાન મહાવીર સ્વામીની દીક્ષા પહેલાનું તથા દીક્ષા અને કેવલજ્ઞાન પ્રાપ્તિનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. તેના પછી ઉપદેશી ઉપમાયુક્ત ૧૨ ગાથાઓવાળું નાનું ‘વિમુક્તિ’ નામક અંતિમ અધ્યયન છે. આમ, આ આખા સૂત્રનો વિષય સાધકને સંયમમાં ઉત્સાહિત કરવાની અને એના પાલનમાં સાર્વત્રિક વિવેક અને જાગૃતિ રાખવાની પ્રેરણા આપે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ jainology 103 આગમસાર પ્રથમ અધ્યયન-શસ્ત્ર પરિજ્ઞા. પ્રથમ ઉદ્દેશક:(૧) પૂર્વ ભવનું સ્મરણ અને આગલા ભવની જાણકારી તથા આત્મ સ્વરૂપનું જ્ઞાન ઘણાં જીવોમાં હોતું નથી. વિશિષ્ટ જ્ઞાનીના માધ્યમથી કોઈ–કોઈને તે અવસ્થાઓનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. (૨) આત્મ સ્વરૂપનો જાણકાર જ લોકસ્વરૂપ, કર્મસ્વરૂપ અને ક્રિયાઓના સ્વરૂપનો જાણકાર થઈ શકે. (૩) ક્રિયાઓ; ત્રણ કરણ, ત્રણ યોગ અને ત્રણ કાળના સંયોગથી ૨૭ પ્રકારની બતાવવામાં આવી છે. કરવું–કરાવવું–અનુમોદવું, મન વચન કાયા, ભૂત વર્તમાન ભવિષ્ય. કેટલાક લોકો સ્વયંના કરેલા કાર્યથી જ કર્મબંધ થાય એમ માને છે. પણ કર્મબંધ સાક્ષત કર્મ અને પરંપરાગત કર્મ એમ બંને પ્રકારે થાય છે. (૪) કર્મબંધનની કારણભૂત ક્રિયાઓને જીવ આ કારણોથી કરે છે. ૧. જીવન નિર્વાહ કરવા માટે. ૨. યશ, કીર્તિ, પૂજા, પ્રતિષ્ઠા, માન અને સન્માન માટે. ૩. આવેલ આપત્તિ દુઃખ અથવા રોગનું નિવારણ કરવા માટે. ૪. કેટલાક લોકો મોક્ષ પ્રાપ્તિ માટે અર્થાત્ ધર્મ હેતુથી પણ કર્મબંધની ક્રિયાઓ કરે છે. આ ક્રિયાઓનો ત્યાગ કરનાર જ વાસ્તવમાં મુનિ છે. (૫) આ સંસારમાં પૂર્વોકત બધા કર્મ સમારંભોને જે જ્ઞ પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગે છે, તેજ પરિજ્ઞાત કર્યા અર્થાત વિવેકી ગણાય છે. હિતઅહિત સારાસારનું જ્ઞાન એ વિવેક અને છાંડવા યોગ્યનું જ્ઞાન એ પ્રત્યાખ્યાન પરિણા. ઉદ્દેશક ૨ થી ૭ સુધી:આ છ ઉદ્દેશકોમાં ક્રમશઃ પૃથ્વીકાય આદિ છ કાયોનું અસ્તિત્વ અને તેની વિરાધનાનું સ્વરૂપ તેમજ વિરાધનાના ત્યાગની પ્રતિજ્ઞાનું કથન કરવામાં આવ્યું છે. તે સિવાય વિશેષ માહિતી આ પ્રમાણે છે-(જ્યારે આચરણ કરશો ત્યારે એ તમારું જ્ઞાન હશે, ત્યાં સુધી માહિતી) (૧) સાંસારિક પ્રાણી ઉપર જણાવેલ જીવન નિર્વાહ આદિ કારણોથી છકાય જીવોની આરંભ જનક ક્રિયાઓ કરે છે, જે તેમને માટે અહિતકારી અને અબોધિરૂપ ફળ આપનાર થાય છે. અર્થાત સંસારહેત અથવા ધર્મતિથી પણ આ છ કાયનો વિનાશ કરવાથી સુખને બદલે અહિત અને અબોધિની પ્રાપ્તિ થાય છે; આવું કથન સર્વ (૬) ઉદ્દેશામાં વારંવાર થયું છે. (૨) એકેન્દ્રિય જીવોના દુઃખને દષ્ટાંત અને ઉપમા આપીને સમજાવવામાં આવ્યું છે. ૧. પ્રજ્ઞાચક્ષુ અને વિકલાંગ વ્યક્તિને મારવાથી ૨. કોઈ વ્યક્તિના અવયવોનું છેદન–ભેદન કરવાથી ૩. કોઈને એક જ પ્રહારમાં મારી દેવાથી તેને દુઃખ થાય છે એવું આપણો આત્મા સ્વીકાર કરે છે. તેવી જ રીતે સ્થાવર જીવોને વેદના તો થાય જ છે પરંતુ તેઓ સ્વયં કોઈ પણ પ્રકારે વ્યક્ત કરી શકતા નથી. (જેમ કોઇ બહેરા મુંગા હાથ પગ વગરના,આંખ વગરના વ્યકતિને પીડા તો થાય છે, પણ તે બોલી શકતો નથી,ચીસો પાડી શકતો નથી. તેમજ વેદના થવા છતાં એકેન્દ્રીયના જીવો બોલી શકતા નથી, ચીસો પાડી શકતા નથી) (૩) અણગાર હંમેશા સરલ અને માયારહિત સ્વભાવ તથા આચરણવાળા હોય છે. (૪) ભિક્ષુ જે ઉત્સાહ અને લક્ષ્યથી સંયમ ગ્રહણ કરે, એ અનુસાર જીવન પર્યત પાલન કરે. લક્ષ્ય પરિવર્તન અથવા ઉત્સાહ પરિવર્તનરૂપ બધી મુશ્કેલીઓને જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા વિવેકપૂર્વક દૂર કરી, સાધના કરે. (૫) સાધક એકેન્દ્રિય જીવોના અસ્તિત્વની શ્રદ્ધા કરે પરંતુ નિષેધ ન કરે. એનો નિષેધ કરવાથી પોતાના અસ્તિત્વનો નિષેધ થાય છે, જે સ્પષ્ટ સત્ય છે. (૬) બાહ્ય વ્યવહારના અનેક ચેતના લક્ષણ મનુષ્યની જેમ વનસ્પતિમાં પણ જોવા મળે છે, જેમાંથી નવ સમાન ધર્મ પાંચમાં ઉદ્દેશકમાં કહેવામાં આવ્યા છે. (૭) ત્રસ જીવોના શરીર અને અવયવોની અપેક્ષાએ, ૧૮ પદાર્થની પ્રાપ્તિના હેતુથી લોકો તેમની હિંસા કરે છે અને કેટલાયે લોકો વૈરભાવથી અથવા નિરર્થક રીતે કે ભયને કારણે પણ તેમની હિંસા કરે છે. (૮) છ કાયમાં વાયુકાયને આપણે જોઈ શક્તા નથી અન્ય કાયોની અપેક્ષાએ વાયુકાયની વિરાધનાનો સંપૂર્ણ ત્યાગ કરવો અધિક દુષ્કર છે. તેથી એનું કથન અંતિમ ઉદ્દેશકમાં કરવામાં આવ્યું છે. (૯) આ છ કાયોનું સ્વરૂપ સમજીને જે એની વિરાધનાનો ત્યાગ કરી,ચારિત્ર ગ્રહણ કર્યા પછી પણ તેનું પાલન કરતા નથી તે કર્મ બંધની વૃદ્ધિ કરે છે. - જે સુક્ષમ સુક્ષમતર હિંસાને જાણે છે તેજ અહિંસાને જાણે છે. જેનાથી તે હિંસા થાય છે તે શસ્ત્રોનો જે જ્ઞાત છે તેજ અહિંસાનો જ્ઞાત છે. બીજાને હણનાર પોતાને જ હણે છે અને બીજાની દયા પાળનાર પોતાની જ દયા પાળે છે. તેથી પ્રથમ શસ્ત્ર પરિજ્ઞા જ્ઞ પરિણા થી જાણી પ્રત્યાખ્યાન પરિણાથી છાંડવી. બીજો અધ્યયન-લોક વિજય. પ્રથમ ઉદ્દેશકઃ- (૧) શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શની ઇચ્છા તેમજ તેની પ્રાપ્તિ અને આસક્તિ યુક્ત તેનો ઉપભોગ; એ જ સંસારની જડ (મૂળ) છે. (૨) મા, બાપ, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્રો, મિત્ર, સગા સંબંધી, જાણીતા, હાથી, ઘોડા, સાધનો, દોલત, ખાનપાન, વસ્ત્રો, એવા અનેક પદાર્થોની વળગણમાં ફસાયેલા લોકો જીવનના અંત સુધી ગાફેલ બની આસકિતથી કર્મબંધ કરતાં જ રહે છે. એમાં આસક્ત જીવ સાંસારિક સંબંધી મોહની વૃદ્ધિ કરી, તેમના માટે રાત-દિન અનેક દુઃખો વેઠીને ધન અને કર્મનું ઊપાર્જન કરી સંસારની વૃદ્ધિ કરે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ (૩) આસકિત સંયમથી અને વિચારથી ઘટે છે, પ્રથમતો એ વિચાર કે આયુષ્ય ઘણું ટુકું છે વળી જરા અવસ્થા આવતાં ઇન્દ્રીયોનું જ્ઞાન ઘટતું જાય છે. ત્યારે તે પ્રાણી દિગમૂઢ બની જાય છે. શરીરની શક્તિ, ઇન્દ્રિયોનું તેજ, અને પુણ્ય ક્ષીણ થાય પછી અથવા વૃદ્ધાવસ્થા આવ્યા પછી આ જીવની ખૂબ જ દુર્દશા થાય છે અને તે પોતાના જ કર્મો અનુસાર દુઃખી થાય છે. (૪) ધન–યૌવન અસ્થિર છે. સંસારના બધા જ સંગ્રહિત પદાર્થોને છોડીને જવું પડશે. તે સમયે આ પદાર્થ દુઃખ અને મોતથી મુક્ત કરાવી શકશે નહીં. જરાઅવસ્થામાં કાં તો સગાઓ તેને છોડી દે છે. અથવા તો પોતેજ મોજશોખ કે શણગારને પણ લાયક નથી રહેતો. આવું અનર્થજન્ય ધન ભેગું કરી અંતે એક દીન પોતે રોગગ્રસ્ત થઇ જાય છે. તેનો ઉપભોગ પણ કરી શકતો નથી. સગાઓ તેને તરછોડી દે છે, કદાચ તેવું ન બને તોય સગા કે ધન તેને બચાવી શકતાં નથી. (૫) માટે અવસરને સમજીને આ મનુષ્યભવમાં ઇન્દ્રિય અને શરીરની સ્વસ્થતા રહે ત્યાં સુધી જાગૃત રહીને આત્મ–પ્રયોજનની(આત્માર્થની) સિદ્ધિ હસ્તગત કરી લેવી જોઇએ. (૬) અજ્ઞાની જીવો કાળ કે અકાળની દરકાર વિના વિત(પૈસો) અને વિનીતા(સ્ત્રી)માં ગાઢ આસકિત રાખી રાત દિવસ ચિંતાની ભટ્ટીમાં સળગ્યા કરે છે, તથા વગર વિચાર્યે વારંવાર હિંસકવૃતિથી અનેક દુષ્કર્મ કરી નાખે છે. દ્વિતીય ઉદ્દેશક :– 104 (૧) સાધના કાળમાં પરીષહ ઉપસર્ગ, લોભ, કામનાઓ આદિ ઘણી પરિસ્થિતિઓ આવે છે, તેમાં સાવધાન થઈને રહેવું જોઇએ. હંમેશા સાંસારિક જીવોની દુર્દશાના દશ્યોને આત્મભાવમાં ઉપસ્થિત રાખવા જોઇએ. (૨) સાંસારિક જીવ અનેક હેતુઓથી અને લોકોને પોતાના બનાવવા માટે પાપ કરતા રહે છે પરંતુ અંતમાં અસહાય બનીને કર્મવશ થઈ દુર્ગતિ પ્રાપ્ત કરીને બંને ભવ બગાડે છે. તૃતીય ઉદ્દેશક : (૧) બધા જ જીવો સમાન છે. આથી ક્યારેય પણ ગોત્ર આદિનું અભિમાન ન કરવું તથા હર્ષ અને ક્રોધ પણ ન કરવો. અહંકાર અનિષ્ટ તત્વ છે. તે જ પ્રમાણે પામરતા, દિનતા પણ અનિષ્ટ તત્વ જ છે. તે બંને થવાનું કારણ ભોગોની પ્રાપ્તિ અને હાની વગેરેથી ઊઠથી માઠી ભાવનાઓ જ છે. માટે સાધન પ્રાપ્તિ, ઉચ્ચતાની કે ઉચ્ચક્ષેત્રની પ્રાપ્તી હાની શા માટે ? તેનું ફળ શું ? વગેરે જાણી ભાન્તી માર્ગ છોડી, સાચા માર્ગે ચાલવાનો પ્રયત્ન કરવો. (૨) પ્રજ્ઞાચક્ષુ, વિકલાંગ આદિ જીવો પ્રત્યે હીનભાવ ન કરતાં આત્મસમ ભાવ રાખવો જોઇએ. (૩) કેટલાય જીવો ભોગ–વિલાસ અને ઐશ્વર્યને જ સર્વસ્વ માની લે છે. તેનાથી વિપરીત કેટલાય આત્મ હિતેચ્છુ અણગાર જન્મ–મરણને અને જીવનની ક્ષણભંગુરતાને જાણે છે અને દરેક જીવને પોતાના પ્રાણ પ્રિય હોય છે; એવું પણ તેઓ સમજે છે. (૪) પોતાના સુખ માટે પ્રાણીઓનો સંહાર કરવો એ આત્મા માટે અહિતકારી છે. (૫) પ્રાપ્ત ધનના વિનાશની પણ અનેક(છ) અવસ્થાઓ હોય છે. મૃત્યુ આવે ત્યારે સ્વત છુટી જાય છે,રોગ આવે ત્યારે કામમાં નથી આવતું,ચોર લુટારાઓ લુટી જાય છે, આગ ભૂકંપ પૂર આદિમાં નાશ પામે છે,રાજા કર નાખીને લઈ લે છે,પિતૃક સંપતિનાં ભાગીદાર પડાવી લે છે. (૬) ધન સંગ્રહ કરનાર જીવ સંસાર સાગરને પાર કરી શકતો નથી. એવું જાણીને સંયમ માર્ગ અપનાવવો અને તેની જિનાજ્ઞા અનુસાર આરાધના કરવી જોઇએ. ચતુર્થ ઉદ્દેશક :– (૧) રોગ ઉત્પન્ન થતાં પ્રાણીને ધન અને પરિવાર હોવા છતાં પણ દુઃખ પોતે જ ભોગવવું પડે છે. (૨) આશાઓ અને સ્વચ્છંદ બુદ્ધિનું આચરણ, એ જ દુઃખનું મૂળ છે. તેનો ત્યાગ કરીને કર્મશલ્યથી મુક્ત થવું જોઇએ. (૩) અધિકાંશ જીવો સ્ત્રીસેવનમાં આસક્ત બનીને તે સુખને જ બધું સુખ સમજીને, ભવભ્રમણ અને દુઃખ પરંપરામાં વૃદ્ધિ કરે છે. ભગવાન કહે છે કે તે સ્ત્રીનું આકર્ષણ જ જીવોને મહામોહિત કરવાનું એક સાંસારિક કેન્દ્ર છે. (૪) કામભોગોથી આસિકત, આસકિતથી કર્મબંધ, કર્મબંધથી આધ્યાત્મિક મૃત્યુ, આધ્યાત્મિક મૃત્યુથી દુર્ગતિ, અને દુર્ગતિથી દુઃખ, આ રીતે કામભોગો એ દુઃખનું મૂળ છે. (૫) કામભોગોની આકિતથી રોગો ઉત્પન થાય છે.[ અબ્રમના સેવનથી હાર્ટ નબળું પડે છે. તેનાથી પથરી,હરણીયા અને પાઇલ્સ જેવી બીમારીઓ થાય છે.અબ્રમના સેવનથી સવારની નિહારક્રિયા પણ બગડી જાય છે ત્થા દુર્ગંધ યુકત વાયુ છુટે છે. આ કારણે ડીપ્રેશન પણ થાય છે.] પાંચમો ઉદ્દેશક :– (૧) મુનિઓએ નાના—મોટા બધા દોષોને ટાળીને, આહારાદિની ગવેષણા કરી પોતાની ઉદરપૂર્તિ કરવી જોઇએ. પોતાના માટે ક્રય—વિક્રય કરેલા પદાર્થો ન લેવા અને એ સંબંધી ગૃહસ્થ પ્રવૃત્તિઓમાં ભાગ પણ ન લેવો. (૨) ભિક્ષા માટે જનાર ભિક્ષુ યોગ્ય ગુણોથી સંપન્ન હોવા જોઇએ અને લોભ તેમજ આસક્તિથી મુક્ત રહેનાર હોવા જોઇએ. (૩) મુનિ, રૂપ આદિમાં આસક્ત ન બને અને કામભોગોના દારુણ વિપાકને સમજીને હંમેશા તેના પર વિજય પ્રાપ્ત કરતાં થકા વિચરે. (૪) મુનિ આંતરિક રીતે અને બાહ્ય રીતે સમાન સ્વભાવથી વર્તે અને શરીરની બહાર તેમજ અંદર બધા અશુચિ પદાર્થો જ ભર્યા છે, તેમ ચિંતવીને સદાયને માટે વિષય–ભોગોથી દૂર રહે. Page #105 -------------------------------------------------------------------------- ________________ jainology | (૫) સંસારના જીવોની માયા, આસક્તિ અને આરંભ–સમારંભ જેવી પ્રવૃત્તિઓને તથા તેના પરિણામમાં પ્રાપ્ત થતી દશાઓને જોઈને અને તેનું ચિંતન કરીને મુનિ સંયમ જીવનમાં તલ્લીન રહે. (૬) આહારની પણ વૃતિ પર અસર થાય છે. તેથી નિર્દોષ વૃતિ રાખવા માટે સાધકે ખોરાકની શુધ્ધિનો પણ વિવેક રાખવો. છઠ્ઠો ઉદ્દેશક : 105 આગમસાર (૧) સંયમ અંગીકાર ર્યા પછી કોઈપણ પ્રકારની પાપકારી ક્રિયાઓનું આચરણ ન કરવું જોઇએ. સુખાર્થી, લોલુપ સાધક ક્યારેક ક્યારેક વ્રતોની વિરાધના કરી નાખે છે અને તે પશ્ચાત્તાપ સાથે ભ્રમણ કરે છે. (૨) મારાપણાના ભાવ, ક્યાંય, કોઈપણ વસ્તુમાં ન રાખતાં સંયમ માર્ગમાં આગળ વધવું જોઇએ. (અર્થાત્ મમત્વનો ત્યાગ કરવો અતિ આવશ્યક છે) (૩) વીર સાધકે ક્યારેય પણ રતિ—અતિ અર્થાત્ હર્ષ–શોક ન કરવો. (૪) ઇન્દ્રિયોના વિષય તરફ તથા જીવન તરફ હંમેશાં નિર્લેપ ભાવ રાખવા. (૫) જે અન્યને આત્મવત્ જુએ છે, એ જ મહાત્મા પરમાત્મા બની શકે છે. જે છ પ્રકારના જીવો પૈકીના કોઇ એકને પણ હણવાની બુધ્ધિ રાખે છે, કે હણે છે, તે છએ કાયનો વિઘાતક ગણાય છે. (કારણ કે તેને અનુકંપાનો ભાવ નથી, તે નીજ આત્માના અનુકંપાના ભાવનો પણ ઘાતક છે.) (૬) મુનિ અમીર અથવા ગરીબને સમાન ભાવે અને તેની રુચિ પ્રમાણે ધર્મ ઉપદેશ આપે. (૭) શ્રોતાના કષાયમાં વૃદ્ધિ અને કર્મબંધન ન થાય પરંતુ તેના ગુણોમાં વૃદ્ધિ થાય; એવી સૂઝ–બૂઝથી ધર્મોપદેશ આપવો જોઇએ. (૮) સાધક આત્માએ લોકસંજ્ઞા અને હિંસાદિ પાપોનો સર્વથા ત્યાગ કરવો જોઇએ. (૯) સાધકમાં જેમ જેમ વિવેક શકિતની જાગૃતિ થાય છે, તેમ તેમ તે સ્વયં અહિંસક બનતો જાય છે. ત્રીજો અધ્યયન–શીતોષ્ણીય. પ્રથમ ઉદ્દેશક :–(૧) મુનિ હંમેશાં ભાવોથી જાગૃત રહે છે. (૨) શબ્દાદિ ઇન્દ્રિય–વિષયોનો ત્યાગ કરનાર જ વાસ્તવમાં આત્માર્થી, જ્ઞાની, શાસ્ત્રજ્ઞ, ધર્મ, બ્રહ્મચારી મુનિ અને ધર્મજ્ઞ છે. પરીષહ, ઉપસર્ગ સહન કરનાર અને હર્ષ–શોક નહીં કરનાર જ સાચો નિગ્રંથ છે. (૩) પ્રજ્ઞાવાન વ્યક્તિએ એ સમજવું જોઇએ કે બધાં દુ:ખોનું મૂળ પાપકારી પ્રવૃત્તિઓ છે. માયી(ચાર કષાયવાળા) અને પ્રમાદી(પાપનું સેવન કરનાર) દુર્ગતિમાં જાય છે. (૪) શબ્દાદિ વિષયોમાં ઉપેક્ષા ભાવ રાખનાર સાધક મરણથી મુક્ત થાય છે. (૫) હિંસાદિ પાપોનું પરિપૂર્ણ જ્ઞાન ધરાવનાર જ વાસ્તવમાં સંયમનો સાચો જાણકાર (જ્ઞાતા) છે. (૬) સંસાર ભ્રમણની સંપૂર્ણ ઉપાધિઓ (વ્યાધિઓ) કર્મોથી જ ઉત્પન્ન થાય છે અને કર્મોનું મૂળ હિંસા છે. (૭) રાગ–દ્વેષ ન કરતાં અને લોકસંજ્ઞા (સાંસારિક રુચિ)નો ત્યાગ કરતાં, સંયમમાં પુરુષાર્થ કરવો જોઇએ. ત્યાગ અને અનાસકિત નો સુમેળ. ત્યાગ માર્ગ એ રાજમાર્ગ છે.સંસારના મૂળ કારણોમાં વિષયો તે ઈંધણ સમાન અને કષાયો તે અગ્નિ સમાન છે. જો ઇંધણ જ આપવામાં ન આવે તો અગ્નિ સ્વયંમેવ સમયાંતરે બુજાઇ જાય છે. તેથી સાધકે વિષયોથી અલિપ્ત રહેવું. આ માટે સંસાર અને પુદગલ જગતનું જ્ઞાન જરુરી છે. અહીં બે માર્ગ છે. એક તો ત્યાગ માર્ગ અને બીજો સામાન્ય કક્ષાના સાધક, ગૃહસ્થને માટે અનાસકિત માર્ગ. વસ્તુઓના વપરાશમાં વિવેક, પરિગ્રહમાં વિવેક તથા યથા શકિત ત્યાગ વગરનું અનાસકિત ભાવ એ દંભ માત્ર છે. જેમ યથા શકિત ત્યાગ વગરનું અનાસકિત ભાવ નિર્ગુણ છે તેમ ત્યાગ પછી પણ જો આકિત રહે તો તે બાહય ત્યાગ માત્ર રહી જાય છે. ત્યાગ અને અનાસકિત ના સુમેળથી જ કરણી સફલ થાય છે, અને તેથી સાધક સંસારનો છેદ કરી શકે છે. તો શું જીવાત્મા સંગી છે ? અપેક્ષાએ હા . જીવાત્મા પર પુદગલોની બહુ ભારી અસર થાય છે. અને અન્ય જીવાત્માઓ સાથેની સોબતની પણ અસર થાય છે. આજ કારણથી મિથ્યાત્વીનો સંગ નહીં કરવાની શિખામણ છે, તથા સંગ કરવાથી શ્રાવકને સમકીતનો તે અતિચાર છે. આજ વાત સિધ્ધ કરે છે કે જીવ સંગી છે અને જીવાત્માઓમાં સામાન્યપણું રહેલું છે. જીવોનાં પુરુષાર્થ અલગ અલગ હોય છે પણ ભવ બદલાઇ જતાં, નવા જીવો અને નવા પુદગલોનાં સંયોગોમાં જીવાત્માઓનાં વર્તનમા સામાન્યપણુ હોય છે. કર્મ સંયોગો પણ કર્મ પુદગલોથી જ છે. પુદગલોની અસરથી જીવોના સ્વભાવમાં સામ્યતા જોવા મળે છે. આથી કોઇ જીવ કોડ પૂર્વ સુધી સંયમ પાળ્યા પછી, ત્રણ દિવસનું રાજય ભોગવી નર્કગામી બની જાય છે (કંડરીક). એક સાથે સંયમ પાળી રહેલા ચિત—સંભુતિ વચ્ચે પછીનાં ભવોમાં આકાશ પાતાલનું અંતર એ જીવનું સંગીપણું જ બતાવે છે. જીવ પાણી જેવો છે.તેને જેની સાથે ભેળવવામાં આવે તેવો થઈ જાય છે. ચિંતન કરતા સંતસંગનું મહત્વ સમજાય છે. ઉતમ પ્રકારના આલંબનને પકડી રાખવું એજ જીવના હિતમાં છે. કોઇ પણ પ્રકારના ખોટા આત્મવિશ્વાસમાં રહીને પુદગલોના સંગી ન બનવું જોઇએ. કેટલાક કસાયધારી જીવોના સંગથી બીજાઓને પણ કસાય થતો પ્રત્યક્ષ જોઇ શકાય છે. કોઇ ભૂતપૂર્વ ચૌદપૂર્વ ધારી જીવો પણ હજી મોક્ષ પામી શકયા નથી. તેથી ખૂબ જ્ઞાન હોય તોય ત્યાગી—સંયમી આત્માઓનો સંગ અને ત્યાગમય જીવન એજ મોક્ષમાર્ગમાં સાવચેતી છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 106 પુદગલોના યોગથી જીવ પુદગલો સાથે એકમેક થઇ જાય છે. (શરીર આનું ઉદાહરણમાં છે). આથી પુદગલો પર આસકતિ થાય છે. આસકતિના કારણે વસ્તુઓના નિર્માણમાં થયેલી હિંસાનું વિસ્મરણ થઈ જાય છે. તે સાથે જીવઅજીવનું જ્ઞાન અને અનુકંપા પણ ચાલી જાય છે. આમ જીવના સંગીપણાના સ્વભાવના કારણે ત્યાગમાર્ગ એજ મુખ્ય મોક્ષમાર્ગ છે. દ્વિતીય ઉદ્દેશકઃ(૧) પરમધર્મને સમજીને સમ્યગ્દષ્ટિ જીવ અથવા સમન્વદર્શી સાધક પાપ કર્મોનું ઉપાર્જન કરતા નથી. (૨) કામભોગોમાં આસક્ત જીવ કર્મ સંગ્રહ કરી સંસારમાં ભ્રમણ કરે છે. (૩) કર્મ વિપાકના જાણકાર મુનિ (સાધક આત્માઓ) પાપકર્મ કરતા નથી. (૪) સાંસારિક પ્રાણીઓ સુખ માટે જે પુરુષાર્થ કરે છે તે ચાળણીમાં પાણી ભરવાના પુરુષાર્થ સમાન છે. (૫) મુનિ ભૌતિક સુખ અને સ્ત્રીઓથી વિરક્ત રહે. (૬) મુનિ ક્રોધ આદિ કષાયોનો અને આશ્રવોનો ત્યાગ કરે. મનુષ્યભવરૂપી અવસર પ્રાપ્ત કરી હિંસાનો સર્વથા ત્યાગ કરે. તૃતીય ઉદ્દેશકઃ(૧) બીજાની શરમને કારણે પાપ કર્મ ન કરવામાં ભાવ સંયમ નથી પરંતુ પરમજ્ઞાની સાધક કર્મસિદ્ધાંત અને ભગવાનની આજ્ઞાને સમજીને ક્યારેય પણ પ્રમાદન કરે, વૈરાગ્યભાવ દ્વારા ઉદાસીનવૃત્તિ પૂર્વક અહિંસક બને. ભાવો નું મહત્વ મને કર્મ બંધ થશે. દુ:ખ ભોગવવું પડશે. માટે હું બીજાને દુઃખ પહોચાડતો નથી. તો હજી એ સદવર્તન દુઃખ નાં ભયથી છે. જો કર્મ બંધ ન થતો હોય તો મને દુઃખ પહોચાડવામાં વાંધો નથી. આ અનુકંપા ભાવ નથી. મારા આત્મા ક્વોજ એનો આત્મા છે. મને દુઃખ અપ્રિય છે તેમ એને પણ અપ્રિય છે. પોતાના સરખો કે પોતાનો જ એ આત્મા જાણી જે પ્રવૃતિ કરે છે તે અંગે આયા (આત્મા એક છે ) ની ઉકતિ ને સાર્થક કરે છે. સાવધ યોગનું પરિણામ દુર્ગતિ-નિરવધ યોગનું પરિણામ સદગતિ – ઉપયોગનું પરિણામ મોક્ષગતિ. (૨) તત્ત્વો પર શુદ્ધ શ્રદ્ધા રાખીને, કર્મ ક્ષય કરવા તત્પર રહે. (૩) હાસ્ય અને હર્ષ-શોકનો સર્વથા ત્યાગ કરીને ગંભીર બને. (૪) આત્મ નિગ્રહ કરવાથી અને આત્માને જ સાચો મિત્ર સમજીને તપ-સંયમમાં પુરુષાર્થ કરવાથી દુઃખરૂપ સંસારનો પાર પામી શકાય છે. (૫) જ્ઞાની સાધક ક્યારેય પણ માન, પૂજા, સત્કારની ઇચ્છા ન રાખે અને દુઃખના ડુંગરો તૂટી પડવા છતાં ય પ્રસન્નચિત્ત રહે. - રસ ત્યાગ અને ૨૫ ત્યાગ. સાધકે ઈન્દ્રીયોના વિષયોમાં આસકત ન થવું. પરંતુ શરીર રક્ષા માટે આહાર એટલે કે રસોપભોગ એ આવશ્યક તત્વ છે. અને ૨૫ એ આંખનો વિષય છે. આંખ એ એક એવી ઇન્દ્રીય છે કે જેની ગતિ અને ચપલતા અતિતીવ્ર હોય છે. તેનું આકર્ષણ પણ તેટલુંજ ઉગ્ર અને તેને માટે નિમીતો પણ પળેપળે તેવા અને તેટલા જ મળતાં રહે છે. બીજી ઈન્દ્રીયોને જે પ્રલોભનો સહજ નથી હોતા તેવા આંખને સહજ રીતે અને વિના પ્રયત્ન પ્રાપ્ત થઈ પડે છે. આંખ સતત જાગૃત હોવાથી એક વસ્તુ જોઈ કે તુરંત જ મનમાં તેનું પ્રતિબિંબ પડવાનું. ચિત પર સંસ્કારો જમાવવાનું, અને એકવાર મનને વેગ મળ્યો પછી તે ફરી ફરી તે જ તરફ ખેંચી જવાનું. તેથી અહીં આંખના વિષયરૂપ રૂપનો પ્રધાન પણે નિર્દેશ કર્યો છે. તથા આહાર શરીર ટકાવવા આવશ્યક છે, અને તેથી રસેન્દ્રીય ના વિષયો પણ જાણે અજાણે ભોગવાય જ છે. પણ તેની આસકિત થી સદા દૂર રહેવા પ્રયત્ન કરવો. અન્ય બધા ઈન્દ્રીયના વિષયો કરતાં આ બે વધારે ખતરનાક છે. અને વધારે પ્રમાણમાં ઉપયોગ વાળા પણ છે. તેથી સાવધાન રહેવું. શબ્દ, ગંધ, સ્પર્શથી સાધક દૂર રહે છે પણ રસ અને રુપ તો તેને સતત વિના પ્રયાસે પ્રાપ્ત થાય જ છે. તેથી વિષેશ સાવધાની આવશ્યક છે. –––– ચતુર્થ ઉદ્દેશક:(૧) સર્વજ્ઞ ભગવાનનું કથન છે કે ચારેય કષાયોનું વમન કરી દેવું જોઇએ. (૨) પ્રમાદીને સર્વત્ર ભય રહે છે. અપ્રમાદી જ નિર્ભય રહી શકે છે. (૩) સાંસારિક પ્રાણીઓના દુઃખોનો અનુભવ કરીને વીરપુરુષ હંમેશા સંયમ માર્ગમાં આગળ વધે છે. (૪) એક–એક પાપનો કે અવગુણનો સર્વથા ત્યાગ કરનાર સાધક એક દિવસ પૂર્ણ ત્યાગી બની શકે છે. (૫) ક્રોધાદિ કષાય, રાગ, દ્વેષ અને મોહનો ત્યાગ કરવો એ જ વાસ્તવમાં ગર્ભ, જન્મ, નરક અને તિર્યંચના દુઃખોનો ત્યાગ કરવાનો ઉપાય છે. (૬) વીતરાગવાણીના અનુભવથી જે સમદ્રષ્ટા બની જાય છે, તેને કોઈ ઉપાધિ રહેતી નથી. Page #107 -------------------------------------------------------------------------- ________________ 107 આગમસાર jainology ચોથો અધ્યયન-સમયકત્વ. પ્રથમ ઉદ્દેશકઃ(૧) ધર્મનો સાર જ એ છે કે કોઈપણ નાના-મોટા પ્રાણીઓને, કોઈપણ પ્રકારના દુઃખ, પીડા કે કષ્ટ ન આપવા – એ સર્વજ્ઞોની આજ્ઞા છે. કહ્યું પણ છે સબ જીવ રક્ષા, યહી પરિક્ષા, ધર્મ ઉસકો જાનિયે જહાં હોય હિંસા, નહીં સંશય, અધર્મ ઉસે પરિચાનિયે બધાં પ્રાણીઓ માટે પણ આ જ ધર્મ છે. એવું સમજીને કયારેય પણ આ અહિંસા ધર્મની ઉપેક્ષા ન કરવી. પરંતુ લોકરુચિનો, લોક સંજ્ઞાનો ત્યાગ કરવો. (૨) મનુષ્યભવમાં પણ જો આ જ્ઞાન ન આવ્યું અને વિવેક ન આવ્યો, તો બીજા ભવોમાં તો તે કેમ શક્ય બનશે? (૩) માટે ધીર સાધક અપ્રમાદ ભાવથી અને હંમેશાં યતના પૂર્વક કાર્ય કરે. દ્વિતીય ઉદ્દેશક:(૧) વ્યક્તિના વિવેક દ્વારા, કર્મબંધની ક્ષણો અને કર્મબંધના કાર્યો પણ સંવર, નિર્જરા અને મોક્ષના હેતુરૂપ બની શકે છે, માટે જ કહેવામાં આવે છે કે “વિવેકમાં ધર્મ છે'. (૨) દરેક પ્રાણીનું મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ ઇચ્છાઓને વશ થઈને અસદાચાર દ્વારા અજ્ઞાની જીવ કર્મોનો સંચય કરે છે, ક્રૂર કાર્યો કરીને તેઓ મહાદુઃખી બની જાય છે. (૩) કેટલાક મિથ્યાવાદી હિંસામાં જ ધર્મ માને છે. (૪) જ્ઞાની તેઓને કહે છે કે જેમ તમને સુખ ગમે છે, દુઃખ નથી ગમતું, તેમ બીજા પ્રાણીઓની પણ આ જ મનોદશા હોય છે, તે સ્પષ્ટ છે. બધા જીવો સુખી રહેવા ઇચ્છે છે. દુઃખ બધાને માટે મહા ભયપ્રદ છે. તો પોતાના સુખને માટે બીજાને દુઃખી કરવા, એ ક્યારેય પણ ધર્મ હોઈ શકે નહીં. તૃતીય ઉદ્દેશક:(૧) જે સંસારી લોકોની રુચિઓનો પ્રવાહ છે, જ્ઞાની તેની હંમેશાં ઉપેક્ષા જ કરે છે અર્થાત્ તે સ્વયં સંસારીઓ જેવા ક્યારેય બનતા નથી. (૨) દુઃખોનું મૂળ હિંસા છે અને આરંભ-સમારંભની પ્રવૃત્તિઓ છે. (૩) ભગવાનની આજ્ઞા પાળનાર મુનિ એકત્વભાવમાં લીન બની, કર્મ ક્ષય કરવા માટે પુરુષાર્થ કરવા કટિબદ્ધ બને. (૪) કર્મરૂપી જીર્ણકાષ્ટને, તપ સંયમરૂપી અગ્નિમાં શીધ્ર ભસ્મ કરી દેવા જોઇએ. (૫) સાધકોએ દરેક ધર્માચરણ અને પાચરણ કરતાં તેમાં આત્મ સમાધિની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. (૬) ક્ષણભંગુર જીવનને જાણીને અને સમસ્ત પ્રાણીઓના દુઃખોનો અનુભવ કરીને, પંડિત સાધકોએ કષાયો અને પાપોનો હંમેશાં ત્યાગ કરવો જોઇએ. ચતુર્થ ઉદ્દેશકઃ(૧) સંયમ અને તપની આરાધના સરલ નથી. આત્મ સમાધિની સાથે-સાથે શરીરની સર્વસ્વ આહુતિ આપવાથી જ લક્ષ્યની પુષ્ટિ થાય છે. અતઃ સાધકોએ દરેક અવસ્થામાં પ્રસન્ન રહેવું અને શરીર પ્રત્યેના મમત્વ ભાવોનો ત્યાગ કરવો. (૨) સંયમમાં લીન રહીને લોહી અને માંસને સૂકવી નાખે અર્થાત્ શરીરને કૃશ કરીને કર્મોની સમાપ્તિ કરે, તે જ વીર મુમુક્ષુ સાધક છે (૩) મુનિ કર્મોના વિચિત્ર ફળોને વિચારી, તેનાથી મુક્ત થવાનો હંમેશાં પ્રયાસ કરે. (૪) હંમેશાં વીર પુરુષોના આદર્શોને નજર સમક્ષ રાખીને આત્મવિકાસ કરવામાં પ્રયત્નશીલ રહેવું જોઇએ. પાંચમો અધ્યયન-લોક સાર પ્રથમ ઉદ્દેશકઃ(૧) સાંસારિક પ્રાણીઓ કારણવશાતુ અથવા વિના કારણે પણ જીવોની ઘાત કરીને પોતે પણ એ જ યોનિમાં જાય છે. (૨) કામભોગ જીવોને ભારેકર્મી બનાવીને સંસારમાં જન્મ-મરણ અને પરિભ્રમણ કરાવે છે અને મુક્તિથી દૂર રાખે છે. તે પ્રાણીઓ મોહથી મૂઢ બની જાય છે. (૩) ચતુર, કશળ પુરુષ (સાધક) વિષય ભોગોનું સેવન કરતા નથી.(૪) રૂપમાં આસક્ત બનેલો જીવ વારંવાર કષ્ટ પામે છે. (૫) કેટલાય જીવો આરંભ-સમારંભમાં રમણતા કરે છે અને તેને જ શરણભૂત સમજે છે, પરંતુ વાસ્તવમાં તે અશરણ ભૂત છે. (૬) કેટલાય સાધક પોતાના કષાયો અને દુષ્ટ પ્રવૃત્તિઓને કારણે એકલ વિહારી બનીને કપટ આદિ અવગુણોમાં મુગ્ધ બનીને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે. દ્વિતીય ઉદ્દેશક:(૧) ઘણાં સાધક આત્માઓ મનુષ્યભવને અમૂલ્ય અવસર જાણીને, આરંભ– સમારંભનો ત્યાગ કરી ત્યાગી બને છે. અને સર્વશક્તિથી સંયમ અને તપમાં તલ્લીન બની જાય છે. (૨) સર્વજ્ઞ પરમાત્માનો એ જ ઉપદેશ છે કે ઊઠો ! પ્રમાદ ન કરો. જીવોનાં સુખ- દુઃખોને જુઓ અને અહિંસક બનીને સ્વયંની આપત્તિને વૈર્યથી પાર કરો. (૩) સાધકે એવું ચિંતન કરવું કે પહેલાં કે હમણાં બાંધેલા કર્મોનું કરજ મોડું કે વહેલું ચુકવવું તો પડશે જ. શરીર પણ એક દિવસ તો છોડવું જ પડશે. (૪) આવા આત્માર્થી, ચિંતનશીલ જ્ઞાનીઓ માટે સંસાર માર્ગ નથી રહેતો અર્થાત્ તે પરિત સંસારી બની જાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ (પ) પરિગ્રહ ખૂબ જ ભયાનક છે; કર્મબંધન કરાવનાર છે; એવુ જાણીને સાધક હંમેશા પોતાના ભાવોને પરિગ્રહ અને આરંભ–સમારંભથી મુક્ત રાખે. (૬) બંધ અને મોક્ષ, ભાવોની પ્રમુખતાથી જ થાય છે. તેથી સાધક જીવન પર્યંત અપ્રમાદી બનીને સંયમની આરાધના કરે. તૃતીય ઉદ્દેશક :– (૧) અનુપમ અવસર પ્રાપ્ત થતાં, સાધના કાળમાં ક્યારેય પણ પોતાની શક્તિને ગોપવવી ન જોઇએ. સંયમ તપમાં વૃદ્ધિ જ કરવી જોઇએ પરંતુ હાનિ ક્યારેય ન કરવી જોઇએ. (૨) જિનાજ્ઞાનું પાલન કરનાર સાધક આ સંસારમાં ક્યાંય પણ મોહ કે રાગ ન રાખે અને યુદ્ધ કરે તોપણ કર્મોથી આંતરિક યુદ્ધ કરે, કર્મોથી યુદ્ધ કરવાનો આ જ સુંદર અવસર છે. અન્ય ભવમાં નહીં...! (૩) કેટલાયે સાધકો શબ્દાદિ વિષયોમાં ફસાઈ જાય છે પરંતુ તે બધા વિષયોની ઉપેક્ષા કરનાર જ સાચો શાતા મુનિ છે. કાયર, કપટી અને ઇન્દ્રિય—વિષયોમાં આસક્ત વ્યક્તિઓ માટે સંયમ આરાધના શક્ય નથી. માટે સંયમ લઈને જે મુનિ રૂક્ષ અને સામાન્ય આહારનું સેવન કરે છે, તે કર્મોને પરાસ્ત કરીને મુક્ત અને તીર્ણ થાય છે. 108 (૪) જે રુપ આદિ વિષયોમાં આસકત થાય છે તે (પ્રથમ કે પછી અવશ્ય) હિંસામાં પ્રવર્તે છે. (૫) ત્યાગ અને વસ્તુના ઉપયોગના વિવેક વિનાની ફકત નિષ્પરિગ્રહ વૃતિ શકય નથી. તે અનાસિકત ભાવ નહીં પણ વાણીવિલાસ વાળો દંભ છે. ચતુર્થ ઉદ્દેશક ઃ : (૧) અયોગ્ય ભિક્ષુઓનો એકલવિહાર અસફળ બને છે કારણકે એમનામાંથી કેટલાય સાધકો વારંવાર ક્રોધ અને અભિમાનને વશ થઈ જાય છે અને તે અનેક અડચણોને પાર કરવામાં અક્ષમ બનીને ખૂબ જ દુઃખી થાય છે. (૨) આવા અપરિપકવ સાધકોએ હંમેશા ગુરુ સાનિધ્યમાં રહી સંયમગુણોનો અને આત્મશક્તિનો વિકાસ કરવો જોઇએ. (૩) શુદ્ધ સંયમ ભાવનાની સાથે-સાથે વિવેક પૂર્વક પ્રવૃત્તિ કરતાં જો ક્યારેય હિંસાદિ પ્રવૃત્તિ થઈ જાય તો અલ્પ કર્મનો સંગ્રહ થાય છે, જે જલ્દીથી ક્ષય પામે છે. માટે હંમેશાં અપ્રમાદ ભાવથી વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. (૪) સાધકે સ્ત્રી પરીષહથી હંમેશાં સાવધાન રહેવું જોઇએ અને ક્યારે પણ કોઈ કારણવશાત્ બ્રહ્મચર્ય ઘાતક પરિણામ ઉત્પન્ન થઈ જાય તો આહાર—ત્યાગ અથવા વિહાર આદિ સૂત્રોક્ત ક્રમિક ઉપાયોથી આત્માના એ દુષ્પરિણામોને દૂર કરવા જોઇએ. (૫) આ કામભોગ અશાન્તિ અને ક્લેશના જનક છે. (૬) સંયમની સાવધાની માટે સાધકે સંયમી જીવનમાં વિકથાઓ, ચક્ષુ ઇન્દ્રિયના પોષણ, ગૃહસ્થોના પ્રપંચ, વાચાલતા વગેરેથી દૂર રહેવું જોઇએ. પાંચમો ઉદ્દેશક : (૧) બધી બાજુથી સુરક્ષિત, નિર્મળ, પરિપૂર્ણ જળવાળા હૃદ(દ્રહ) જેવા લોકમાં મુનિ હોય છે. (૨) ઉત્પન્ન થયેલી શંકાઓને જિન વચનની શ્રદ્ધા દ્વારા દૂર કરી દેવી જોઇએ. (૩) ‘જિનેશ્વર કથિતવાણી(તત્ત્વ) હંમેશા સત્ય અને નિઃશંક છે' એવો દૃઢ વિશ્વાસ રાખવો જોઇએ. (૪) સમ્યક્ અનુપ્રેક્ષા કરનારની બધી ક્રિયાઓ સમ્યક્ બની જાય છે. (૫) કોઈને દુઃખ આપતી વખતે એ વિચારવું જોઇએ કે, જો કદાચ આ જગ્યાએ હું હોઉં તો મને કેવો અનુભવ થાય ?’ આવું વિચારીને મુનિ ત્રણેય કરણ અને ત્રણ યોગ (મન, વચન, કાયા) થી અહિંસક બને. (૬) આત્મા જ વિજ્ઞાતા(‘વિ’ વિશેષ પ્રકારનો જાણકાર) છે અને આત્મા જ પરમાત્મા છે. આવું સમજનાર અને સમ્યક આચરણ કરનાર જ સાચા અર્થમાં આત્મવાદી અને સમ્યક સંયમી છે. છઠ્ઠો ઉદ્દેશક : (૧) મુનિઓએ જિનાજ્ઞામાં જ સદા લીન રહેવું જોઇએ. (૨) મોક્ષાર્થી સાધકોએ ઇન્દ્રિયોને ગોપવીને આગમ અનુસાર જ પુરુષાર્થ કરવો જોઇએ. (૩) સંસારમાં સર્વત્ર કર્મબંધ અને ભવભ્રમણના જ સ્થાનો છે. તેને (સાધકે) પરિભ્રમણરૂપ માનીને, આ જન્મ-મરણના ચક્રાકાર માર્ગને પાર કરી લેવો જોઇએ. (૪) પરમાત્મ સિદ્ધ અવસ્થા– ભાષા, તર્ક અને મતિથી ગ્રાહ્ય નથી. ત્યાં આકાર, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પણ નથી અને સ્ત્રી કે પુરુષ આદિ અવસ્થાઓ પણ નથી, કર્મબંધન પણ નથી. ફક્ત જ્ઞાતા દષ્ટા અવસ્થા છે. આથી તેની કોઈ ઉપમા પણ નથી. છઠ્ઠો અધ્યયન–ધૂત(કર્મનાશ) પ્રથમ ઉદ્દેશકઃ (૧) જેને આ જન્મ–મરણનાં સ્થાનોનું બધું જ જ્ઞાન સમજાઈ જાય તે અનુપમ જ્ઞાની બની શકે છે અને એ જ મુક્તિ માર્ગનો પ્રરૂપક પણ થઈ શકે છે. (૨) પલાસપત્ર(પર્ણકુટી)થી છવાયેલા પાણીમાંથી કેટલાય અલ્પ સત્વવાળાં પ્રાણીઓ બહાર આવી શક્તા નથી; વૃક્ષો પોતાના સ્થાન પરથી ખસી શક્તા નથી; એવી જ રીતે કેટલાય જીવો સંસારમાં ફસાયેલા રહે છે. કર્મોથી મુક્ત થઈ શકતા નથી. (૩) સંસારમાં કેટલાય જીવો મોટા—મોટા ભયંકર રોગોથી દુઃખી થાય છે. (૪) કર્મોના વિપાક વિચિત્ર છે, તેનાથી જ આ લોકના પ્રાણીઓ જુદા–ાદા દુઃખોથી ઘેરાયેલા રહે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ jainology | 109 આગમસાર (૫) આવી અવસ્થા આપણને પ્રાપ્ત ન થાય તે માટે કોઈપણ જીવને અંશમાત્ર પણ દુ:ખ ન પહોંચાડવું અને સર્વ પાપોનો હંમેશાં ત્યાગ કરવો જોઇએ. (૬) આવું જાણીને કેટલાય જીવો અનુક્રમે મહામુનિ બની જાય છે. પરિવારના લોકો તેને સંસારમાં ફસાવવા માટે પ્રયત્નો કરે છે, પરંતુ તે તેને શરણભૂત સમજતો નથી અને જ્ઞાનમાં રમણ કરે છે. દ્વિતીય ઉદ્દેશક :– (૧) ઘણા સાધક આત્માઓ સંયમ સ્વીકાર ર્યા પછી, પરીષહ અને ઉપસર્ગોથી ભયભીત બની જાય છે; વિષય લોલુપ બની જાય છે અને સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે તેમ છતાં અંતરાય કર્મને કારણે ઇચ્છિત ભોગોથી વંચિત્ત રહીને, તેઓ દુ:ખી બની જાય છે. (૨) ઘણા સાધક આત્માઓ વૈરાગ્ય તથા જ્ઞાન દ્વારા સંપૂર્ણ આસક્તિ રહિત બની, યત્નાપૂર્વક સંયમ આરાધના કરે છે. આક્રોશ, વધ વગેરેને સમ્યક પ્રકારે સહન કરે છે, તે જ વાસ્તવમાં મુનિ છે. તે જ આત્મા સંસાર પરિભ્રમણથી મુક્ત બને છે. (૩) સંયમ સાધક આત્માઓએ હંમેશાં જિનેશ્વર ભગવાનની આજ્ઞાની આરાધનાને જ પોતાનો ધર્મ સમજીને તેમાં પુરુષાર્થ કરવો જોઇએ. (૪) કેટલાય એકલવિહારી સાધકો પણ જિન આજ્ઞા અનુસાર આચરણ કરતાં શુદ્ધ ગવેષણાથી જીવન નિર્વાહ કરે છે અને પરીષહ તથા ઉપસર્ગોને ધૈર્યથી સહન કરે છે. તે મેધાવી અર્થાત્ તેનું એકલવિહાર બુદ્ધિમતાપૂર્ણ અને પ્રશંસનીય છે. તૃતીય ઉદ્દેશક :– (૧) સંયમ સાધનાની સાથે-સાથે અચેલ–અલ્પવસ્ત્ર અવસ્થામાં રહેનાર મુનિઓને વસ્ત્ર સીવવા આદિ વસ્ત્ર સંબંધિત ક્રિયાઓની ચિંતા રહેતી નથી. (૨) શીત–ઉષ્ણ, તૃણ—સ્પર્શ આદિ કષ્ટોને સમભાવ થી સહન કરવાથી, સાધકોના કર્મોની મહાન નિર્જરા થાય છે. (૩) આવા વીર પુરુષોના સંયમી જીવન અને શરીરને જોઈને આપણા આત્માને પણ શિક્ષિત અને ઉત્સાહિત કરવા જોઇએ. (૪)સમુદ્રોની વચ્ચે, ઉચ્ચ સ્થાન પર આવેલા અડોલ ટાપુની જેમ ધીર–વીર સાધકને અરતિ આદિ બાધાઓ કંઈ જ કરી શકતી નથી (૫) આવા મહામુનિ પોતાના શિષ્યોને પણ આવી જ રીતે શિક્ષણ આપી (સારણા– વારણા કરી) સંયમ માર્ગમાં દૃઢ કરે છે. ચતુર્થ ઉદ્દેશક :– (૧) ઘણાં સાધક આત્માઓ શિક્ષાપ્રદ પ્રેરણાયુક્ત વચનોને સહન કરી શક્તા નથી. તેઓ સંયમથી અને ગુરુથી વિમુખ બની જાય છે અને ઘણા તો શ્રદ્ધાથી પણ ભ્રષ્ટ થઈ જાય છે. ઐહિક ઇચ્છાઓને કારણે ભ્રષ્ટ થયેલા આવા મુનિઓનું સંયમજીવન નિરર્થક બની જાય છે. (૨) તેઓ સામાન્ય લોકોના નિંદા–પાત્ર બને છે (અર્થાત્ લોકો તેમની નિંદા કરે છે.) અને તે જન્મ-મરણ વધારે છે. (૩) ઉત્કૃષ્ટ વૈરાગ્યથી દીક્ષિત થવા છતાં પણ પોતાની ઇચ્છાઓ અને વિષયોને આધીન થઈને કેટલાક સંયમનો ત્યાગ કરે છે. આવા મુનિઓની યશ–કીર્તિ સંપૂર્ણપણે ધૂળમાં મળી જાય છે. (૪) આ બધી અવસ્થાઓનો વિચાર કરીને, મોક્ષાર્થી સાધક હંમેશાં આગમ અનુસાર જ સંયમ માર્ગમાં પોતાની શક્તિને ફોરવે. પાંચમો ઉદ્દેશક :– (૧) ગ્રામાદિક કોઈપણ સ્થળે કોઈપણ પ્રકારનું કષ્ટ આવે તો મુનિ તેને સમભાવથી સહન કરે. (૨) સેવામાં ઉપસ્થિત વ્યક્તિઓને મુનિ તેમની યોગ્યતાનો વિચાર કરીને તથા કોઈની પણ આશાતના, વિરાધના ન થાય એવી રીતે અહિંસા, ક્ષમા, શાન્તિ આદિનો ઉપદેશ આપે અને વ્રત–મહાવ્રતનું સ્વરૂપ સમજાવે.ભાષા અને ભાવોના વિવેક સાથે ઉપદેશ આપે. (૩) સાધક આત્મા અસંયમી વિચારો અને વ્યવહારોનો ત્યાગ કરે અને સંયમનાશક તત્ત્વોથી દૂર રહે. (૪) આરંભ–પરિગ્રહ, કામ–ભોગ અને ક્રોધાદિ કષાયોનો વિવેકપૂર્વક ત્યાગ કરનાર સાધક કર્મોનો ક્ષય કરીને મુક્ત બને છે. (૫) અંતિમ સમયે શરીરનો(આહારનો) ત્યાગ કરવો એ કર્મ સંગ્રામના અગ્રસ્થાને ખેલવા સમાન છે અર્થાત્ તે મુખ્ય અવસર છે. આવા સમયે પાદોપગમન આદિ સંથારો કરવો જોઇએ. સાતમું અધ્યયન–મહા પરિક્ષા ઉપલબ્ધ નથી, વિચ્છેદ થયેલ છે. (હસ્તલિખીત પ્રત અને સાંકડીયા પ્રમાણે નવમું, નામ એજ છે.વિચાર કરતાં ૭મું જ વિચ્છેદ લાગે છે કારણ કે નવમું ઉપધાનશ્રુત એટલે કે પહેલા શ્રુતસ્કંધનું છેલ્લું અધ્યયન અને બીજા શ્રુતસ્કંધનું ૧૫મું અધ્યયન ભાવના બેઉ ભગવાન મહાવીરના જીવનના છે.) અહિં છેલ્લે સંથારાની વાત ચાલી રહેલી હતી, તેથી આ મહાપરિજ્ઞા માં સંથારા વિષયક પાઠો હોવાની સંભાવના છે.જેને અલગ તારવીને પ્રકીર્ણક(પયન્ના) તરીકે ખ્યાતી મળી હોવાનું સંભવ છે. આઠમું અધ્યયન—વિમોક્ષ. પ્રથમ ઉદ્દેશક : (૧) અન્યતીર્થિક સંન્યાસી અથવા અન્ય અલગ સમાચારી વાળા જૈન શ્રમણની સાથે આહાર આદિનું આદાન-પ્રદાન કે નિમંત્રણ ન કરવું જોઇએ. (૨) અન્ય પંથના સાધુઓ વિભિન્ન પ્રકારની પ્રરૂપણા અને પ્રવૃત્તિઓ કરતા હોય છે. તેમની ધર્મ પ્રરૂપણા પણ સત્ય હોતી નથી. (૩) બધા ધર્મોમાં કોઈને કોઈ પ્રકારે પાપ સેવનને પણ સ્વીકારવામાં આવ્યું છે. આ કારણોસર તે ધર્મ પૂર્ણ શુદ્ધ ધર્મ નથી. Page #110 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 110 (૪) ગામ હોય કે નગર હોય અથવા જંગલ હોય; ક્યાંયથી પણ જે પ્રથમ, મધ્યમ કે અંતિમ કોઈપણ વયમાં બોધ પ્રાપ્ત કરીને સંયમ સ્વીકારે છે અને હિંસાદિ પાપોનો સર્વથા પરિત્યાગ કરે છે તે મુક્ત થઈ જાય છે. (૫) સર્વત્ર લોકગત જીવ હિંસાદિ ક્રિયાઓમાં રત છે તેમને જોઈને મુનિ ત્રણ કરણ અને ત્રણયોગથી હિંસા દંડનું સેવન ન કરે. દ્વિતીય ઉદ્દેશક:(૧) આધાકર્મી આહારનો મુનિ મૃત્યુ સમય સુધી પણ સ્વીકાર ન કરે અને શક્ય હોય તો આગ્રહ કરનાર દાતાને પણ ધર્મ સમજાવે. (૨) અસમાન સંયમી ભિક્ષુઓની સાથે આહાર આદાન-પ્રદાનનો વ્યવહાર ન કરે પરંતુ સમાન સંયમી ભિક્ષુઓની સાથે આહાર વ્યવહાર કરે.. તૃતીય ઉદ્દેશક:(૧) મધ્યમ વયમાં પણ કેટલાય મુમુક્ષુ આત્માઓ ઉત્કૃષ્ટ સંયમી બને છે અને શુદ્ધ આરાધના કરે છે, તે મહાન નિગ્રંથ છે. (૨) શરીરના મમત્વનો ત્યાગ કરીને તે અનેક ગુણોથી સંપન્ન થઈ જાય છે. (૩) અસહ્ય ઠંડીથી થરથરતાં જોઈને, કોઈ મુનિને અગ્નિથી તાપવાની પ્રેરણા કરે તો મુનિ મનથી પણ તેની ઇચ્છા ન કરે. ચતુર્થ ઉદ્દેશકઃ(૧) કોઈ મુનિ ત્રણ વસ્ત્ર(ચાદર) રાખવાની વિશેષ પ્રતિજ્ઞા(આઠ માસ સુધી) ધારણ કરે. તે વસ્ત્રોને ધોવે નહિં. જીર્ણ થાય તો નવા વસ્ત્રો લે નહિ, પરંતુ જીર્ણને પરઠી દે. (૨) ભિક્ષુ ક્યારેક સ્ત્રી પરીષહથી પરાજિત થઈ જાય તો અંતમાં સ્વયં પોતે જ મૃત્યુનો સ્વીકાર કરી લે પરંતુ બ્રહ્મચર્યવ્રતનો ભંગ ન કરે. વ્રત રક્ષાના હેતુથી તેનું સ્વતઃ વેહાનસ(ફાંસી) અને વૃદ્ધસ્પષ્ટ(ગીધપક્ષીનો ભક્ષણ) મરણે મરવું તે પણ કલ્યાણકારી છે. પાંચમો ઉદ્દેશક:(૧) કોઈ ભિક્ષુ બે વસ્ત્ર ધારણ કરવાની(આઠ માસ સુધી) પ્રતિજ્ઞા કરે; તે વસ્ત્રોને ધોવા વગેરે કાર્ય ન કરે. વસ્ત્રો જીર્ણ થઈ જાય તો તેને પરઠી દે. પરીષહ આદિ આવે તો સમ્યક પ્રકારે સહન કરે. (૨) કોઈ રોગ આવી જાય અને જાતે ગોચરી જવા માટે અસમર્થ હોય તો પણ બીજા પાસેથી(ગૃહસ્થો પાસેથી) ન મંગાવે કે ન એમના પાસેથી લે. આહાર સિવાય અન્ય વસ્તુ પણ ન લે. સ્વસ્થ થયા પછી તે સ્વયં ગોચરી જઈને લાવે. કરાવવા સંબંધી અભિગ્રહ પણ ભિક્ષ ધારણ કરી શકે છે. આ વૈયાવચ્ચ ભિક્ષઓ સાથેના પારસ્પરિક વ્યવહાર સંબંધિત હોય છે. રોગાંતક આદિ સમયે પોતે સેવા ન કરાવવી એવો નિર્ણય(અભિગ્રહ) લઈ શકે છે. પરંતુ અન્ય શ્રમણોની રોગાદિ સમયે સેવા ન કરવી એવો ત્યાગ ન જ કરી શકાય. (૪) જિનાજ્ઞા અનુસાર અને પોતાની સમાધિ અનુસાર ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાઓનું સમ્યફ રીતે આરાધન કરે અને મૃત્યુને નજીક સમજીને ભક્ત પ્રત્યાખ્યાન, પંડિત મરણ સ્વીકાર કરે. છઠ્ઠો ઉદ્દેશકઃ(૧) કોઈ ભિક્ષુ એક વસ્ત્ર (આઠ માસ સુધી) ધારણ કરવાની પ્રતિજ્ઞા કરે અને તે વસ્ત્ર જીર્ણ થયા પછી તેને પરઠી દે. (ર) સાધુ એકલપણામાં હંમેશા એકત્વ ભાવમાં રમણતા કરે.(૩) ભિક્ષુ આહાર પ્રત્યે રસ આસ્વાદની વૃત્તિ ન રાખે. (૪) શ્રમણને જ્યારે શરીરની દુર્બળતા જણાય કે હવે આ શરીર સંયમપાલનમાં અક્ષમ છે, તો તે તૃણ આદિની યાચના કરી યોગ્ય સ્થાનમાં ગિતમરણ સંથારો સ્વીકાર કરે અને તેની વિધિપૂર્વક આરાધના કરે. સાતમો ઉદ્દેશક – (૧) ભિક્ષુ અચેલ રહેવાની (આઠ માસ સુધી) પ્રતિજ્ઞા ધારણ કરે અને લજ્જા નિવારણાર્થે એક ચોલપટ્ટો (કટિબંધનક) ધારણ કરે. શીત, ઉષ્ણ આદિ કષ્ટોને સમ્યક ભાવે સહન કરે. (૨) આહાર સહભોગનો ત્યાગ કરવાની, વિભિન્ન પ્રતિજ્ઞાઓ ધારણ કરે. (૩) અંતમાં, વિધિ પ્રમાણે પાદોપગમન પંડિત મરણનો સ્વીકાર કરે. આઠમો ઉદ્દેશકઃ(૧) ભક્ત પ્રત્યાખ્યાન - કષાય પાતળા પાડે. આહાર ઘટાડે અને અંતે આહારનો ત્યાગ કરે. જીવન-મરણની ચાહના ન કરે. નિર્જરાપેક્ષી બનીને શુદ્ધ અધ્યવસાય રાખે. આયુષ્ય સમાપ્તિ નજીક જાણીને આત્માને શિક્ષિત કરે. યોગ્ય નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક સંથારો કરે. કષ્ટ, પરીષહમાં ધૈર્ય ધારણ કરે. નાના-મોટાં જીવો દ્વારા ઉત્પન ઉપદ્રવમાં સહનશીલતાની સાથે શુદ્ધ પરિણામ રાખે. (૨) ઈગિત મરણ - અન્ય કોઈ દ્વારા સહકાર સહયોગની ક્રિયા ન કરાવે(અર્થાત્ કોઈની સેવા ન લે) પરંતુ જરૂરિયાત પડે ત્યારે પોતે સ્વયં શરીરની પરિચર્યા (દબાવવું આદિ) કરી શકે છે. મર્યાદિત ભૂમિમાં ઊઠવું, બેસવું, ચાલવું, સૂવું આદિ પ્રવૃતિઓ પણ અત્યંત આવશ્યક્તા હોય તો કરી શકે છે. (૩) પાદોપગમન - વૃક્ષની તૂટેલી અને જમીન પર પડેલી ડાળીની જેમ સ્થિરમાય બનીને એકજ આસન પર સ્થિર રહે, પરીષહ, ઉપસર્ગ દઢતાપૂર્વક સહન કરે. શરીર પર કોઈ પગ મૂકીને ચાલે કે કોઈ શરીરને કચડી નાખે, તો પણ ધૈર્યપૂર્વક સહન કરે પરંતુ પોતાનું સ્થાન ન છોડે. મળ-મૂત્ર ત્યાગવા માટે સ્થાન છોડીને જઈ શકે છે. જીવન પર્યત આવી રીતે સહન કરે. સહનશીલતાને જ પરમધર્મ સમજે. Page #111 -------------------------------------------------------------------------- ________________ jainology I 111 નવમું અધ્યયન—ઉપધાન શ્રુત. આગમસાર પ્રથમ ઉદ્દેશક :– (૧) ભગવાન મહાવીર સ્વામીએ હેમંત ઋતુમાં સંયમ અંગીકાર ક્યોં હતો. (૨) તેઓ સંપૂર્ણ સંયમ વિધિનું યથાવત્ પાલન કરતા હતા અર્થાત્ પાંચ મહાવ્રત, પાંચ સમિતિમાં કોઈપણ પ્રકારે ખંડન કે પ્રમાદનું આચરણ નહોતા કરતા. (૩) તેઓ ઠંડીથી ડરતા નહીં અને ક્યારેક મકાનની બહાર આવીને પણ ઠંડી સહન કરતા. (૪) પ્રભુએ એક વર્ષ અને એક માસ વીતી ગયા પછી ઇંદ્રે આપેલા વસ્ત્રનો ત્યાગ કરીને, તેને વોસિરાવી દીધું હતું. (૫) સંયમ અંગીકાર ર્યા પહેલાં પણ ભગવાને બે વર્ષ સુધી સચેત પાણીનો ત્યાગ આદિ નિયમો ધારણ ર્યા હતા. (૬) પ્રભુ મહાવીર એકાગ્ર દષ્ટિથી ચાલતા, ક્યારેય આમ—તેમ નજર ન કરતા અને ચળ આવતાં શરીરને ખંજવાળતા નહીં. દ્વિતીય ઉદ્દેશક :– (૧) પ્રભુ મહાવીરે છદ્મસ્થ કાળ દરમ્યાન અનેક પ્રકારના સ્થાનોમાં નિવાસ ર્યો હતો. જેમ કે– ધર્મશાળા,સભાસ્થળ, પરબ, દુકાન, ખંડેર, પર્ણકુટીર(ઝુંપડી), ઉદ્યાન, વિશ્રામગૃહ, ગામ, નગર, સ્મશાનગૃહ, શૂન્યગૃહ, વૃક્ષ નીચે ઇત્યાદિ. (૨) ભગવાન ક્યારેય પણ સૂતા ન હતા, નિદ્રા લેતા ન હતા, પ્રમાદની સંભાવના જાણતા તો હલન-ચલન કરીને તેને દૂર કરતા. (૩) જીવ–જંતુઓ સંબંધી અને કોટવાળ આદિ રક્ષકો સંબંધી અનેક કષ્ટો પ્રભુએ સહન ર્યા. (૪) દેવ આદિના અનુકૂળ કે પ્રતિકૂળ ભયાનક કષ્ટોમાં પણ પ્રભુએ હર્ષ–શોકનો ત્યાગ કરીને તેને સહન ર્યા. તૃતીય ઉદ્દેશક :– (૧) પ્રભુ મહાવીર થોડા સમય માટે અનાર્ય દેશમાં ગયા. ત્યાં લોકોનો આહાર– વ્યવહાર અત્યંત રૂક્ષ હતો. (૨) ત્યાં શિકારી કુતરાઓનો ઉપદ્રવ પણ બહુ જ હતો. ત્યાંના લોકો કુતરાઓને બોલાવીને ભગવાન પર છોડતાં અને તેમને કરડાવતાં, પરંતુ પ્રભુએ ક્યારેય તેનાથી બચવાની જરા પણ કોશિશ ન કરી. (૩) કેટલાય લોકો ભગવાનને ગાળો આપતા, ચીડવતા, પત્થર મારતા, ધૂળ ફેંકતા, પાછળથી ધક્કો મારી દેતા . (૪) કોઈ લોકો પ્રભુને દંડ, મુષ્ઠી, ભાલા આદિથી પ્રહાર કરતા અને ક્યાંક તો પ્રભુ ગામમાં પ્રવેશ કરે એના પહેલાં જ લોકો તેમને કાઢી મૂકતા કે અમારા ગામમાં ન આવો. આવા ભયાનક કષ્ટો ત્યાં(અનાર્ય દેશમાં) પ્રભુએ સહન ર્ડા. ચતુર્થ ઉદ્દેશક :– (૧) પ્રભુ મહાવીર નિરોગી હોવા છતાં પણ અલ્પ આહાર કરતા હતા અને રોગ આવવા છતાં ક્યારેય પણ ઔષધ કે ચિકિત્સા વગેરે ન કરતા. (૨) તેઓ ક્યારેય પણ શરીર ઉપર વિલેપન કરતા ન હતા. ઠંડી અને ગરમીમાં આતાપના લેતા અને છઠથી માંડીને છ માસ સુધીની અનેક ચૌવિહાર તપશ્ચર્યા કરતા જ રહેતા. (૩) સંયમમાં કે ગવેષણામાં ક્યારેય કોઈપણ જાતનો દોષ ન લગાડતા. માર્ગમાં અન્ય આહારાર્થી પશુ-પક્ષી કે યાચકો હોય તો તેને ઉલ્લંઘીને ભગવાન ભિક્ષાર્થે જતા નહીં અથવા તે જીવોને અંતરાય ન પડે એવી રીતે વિવેકપૂર્વક જતા. (૪) એકવાર આઠ માસ સુધી પ્રભુએ ભાત, બોરચૂર્ણ અને અડદ આ ત્રણ વસ્તુ સિવાય કોઈપણ આહાર લીધો ન હતો. (૫) ક્યારેક સંસ્કારિત, ક્યારેક અસંસ્કારિત, સૂકો(લખો),ઠંડો, વાસી, પુરાણા– જીર્ણ ધાન્યથી બનેલો અને નીરસ, જેવો આહાર મળતો અથવા ક્યારેક ન પણ મળતો, તો એમાંય પ્રભુ સંતોષ માનીને પ્રસન્ન રહેતા હતા. (૬) ભગવાન કષાય રહિત, વિગયોની વૃદ્ધિ રહિત અને શબ્દાદિની આસક્તિ રહિત બનીને હંમેશાં ધ્યાનમાં લીન રહેતા. પ્રભુ ક્યારેક ઉર્ધ્વલોક આદિના સ્વરૂપ વિશે અને ક્યારેક આત્મસ્વરૂપનું અવલંબન લઈને ધ્યાન કરતા હતા. (૭) પ્રભુએ છદ્મસ્થકાળ દરમ્યાન સંયમની આરાધના કરતાં, ક્યારેય પણ પ્રમાદ આચરણ(દોષ–અતિચાર) નું સેવન ક્યું નથી. ૫ નવમું અધ્યયન સંપૂર્ણ ।। આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુત સ્કંધ સારાંશ સંપૂર્ણ ૫ આચારાંગ : દ્વિતીય શ્રુતસ્કંધ પ્રથમ અધ્યયન—પિંડેષણા. આ અધ્યયનમાં શ્રમણોની આહાર-પાણી સંબંધી ગવેષણા વિધિનું વર્ણન વિભિન્ન રીતે અગિયાર ઉદ્દેશકોમાં કરવામાં આવ્યું છે. = પ્રથમ ઉદ્દેશક :– (૧) લીલોતરી, બીજ, ફૂલ અને સૂક્ષ્મ ત્રસ જીવ સંયુક્ત આહાર ન લેવો અને ભૂલથી આવી જાય તો શોધન કરીને ઉપયોગ કરવો. જો શોધન ન થઈ શકે તો પરઠી દેવું જોઇએ. (૨) સૂકું ધાન્ય, બીજ, શીંગ આદિના ટુકડા થયા હોય કે અગ્નિ દ્વારા પરિપક્વ થયા હોય તો કલ્પનીય છે. (૩) કાચા ધાન્ય આદિના ભૂંજેલ ધાણી આદિ અગ્નિ પર પરિપૂર્ણ શેકેલા હોય તો તે ગ્રાહ્ય છે. (૪) અન્ય ભિક્ષાચાર અથવા પારિહારિક(પ્રાયશ્ચિત ગ્રહણ કરેલા કે જેનો આહાર જુદો હોય) સાધુની સાથે આવાગમન ન । કરવું. (૫) સાધુ–સાધ્વી માટે બનાવેલો, ખરીદેલો, ઉધાર લાવવામાં આવેલો, કોઈ પાસેથી પડાવીને લાવવામાં આવેલો, સામે લાવેલો આહાર સાધુ માટે કલ્પનીય નથી. (૬) સામાન્ય રીતે શાક્ય આદિ બધાં શ્રમણો માટે ગણી-ગણીને બનાવાયેલો આહાર પણ ભિક્ષુકો માટે અગ્રાહ્ય છે, કારણ કે ગણવામાં જૈન ભિક્ષુ પણ હોય છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 112 (૭) કોઈની પણ ગણતરી ર્યા વગર સામાન્ય રીતે ભિક્ષાચરો માટે બનાવાયેલો આહાર પુરુષાંતરકૃત થયા પછી અર્થાત્ ભિક્ષાચરો અથવા ગૃહસ્થજનો દ્વારા ગ્રહણ કે ઉપભોગ કરાયા પછી લેવો કલ્પે છે. (૮) જ્યાં જેટલો આહાર ફક્ત દાન માટે જ નિર્ધારિત કરીને બનાવવામાં આવતો હોય અને ગૃહસ્વામી કે કર્મચારી તેનો ઉપયોગ ન કરતા હોય; એવા દાન કુળોમાંથી તે આહાર ન લેવો. ન દ્વિતીય ઉદ્દેશક :– (૧)મહોત્સવોમાં જમણવારના સમયે આહાર ગ્રહણ ન કરવો. તે જ આહાર પુરુષાંતરકૃત થઈ ગયા પછી કલ્પે છે. બે કોષ ઉપરાંત ભિક્ષાર્થે ન જવું તથા બે કોષની અંદર પણ, જમણવાર હોય ત્યાં ભિક્ષાર્થે ન જવું. ત્યાં જવાથી અનેક દોષો લાગવાની સંભાવના રહે છે. (૨) ક્ષત્રિય, વણિક, ગોવાળ, વણકર, કોટવાળ, સુથાર, લુહાર, દરજી, કંદોઈ, સોની આદિના ઘરોમાંથી અને અન્ય પણ આવા લોક વ્યવહારમાં જે અજુગુપ્સિત અને અનિન્દ્રિત કુળ હોય ત્યાંથી આહાર લેવો કલ્પે છે. તૃતીય ઉદ્દેશક ઃ– (૧) જમણવાર (મોટા ભોજન સમારંભ) વાળા ગ્રામાદિ માટે,તે આહારને ગ્રહણ કરવાના હેતુથી, વિહાર કરીને ત્યાં જવું ન જોઇએ (૨) ઉપાશ્રયથી અન્યત્ર ક્યાંય જવું હોય તો સર્વ ઉપકરણોથી એટલે કે બહાર જવાની સંપૂર્ણ વેશભૂષાથી યુક્ત થઈને જવું. (૩) રાજા અને તેના સ્વજન–પરિજનનો(આશ્રિતજનોનો) આહાર ન લેવો જોઇએ. ચતુર્થ ઉદ્દેશક ઃ— (૧) વિશિષ્ટ ભોજનવાળા(મુંડન પ્રસંગ વગેરે વાળા) ઘરમાં લોકોનું આવાગમન અધિક થઈ રહ્યું હોય તે સમયે ભિક્ષા લેવા ન જવું જોઇએ. શાંતિના સમયે વિવેકપૂર્વક જવું કલ્પે છે. (૨) દૂધ દોહવાતું હોય અથવા આહાર બનતો હોય, એવું જાણીને ત્યારે ભિક્ષા માટે પ્રવેશ ન કરવો અને નિશ્ચિત વ્યક્તિ (જેના માટે ભોજન બનાવવામાં આવ્યું હોય તે વ્યક્તિ)ને આપ્યા પછી જ આહાર લેવો. (૩) આગન્તુક નવા સાધુઓની સાથે ભિક્ષાચર્યા સંબંધી માયાપૂર્ણ વ્યવહાર ન કરવો પરંતુ આસક્તિ દૂર કરી ઉદાર વૃત્તિથી વ્યવહાર કરવો. પંચમ ઉદ્દેશક :– (૧) કોઈ આહારની શીઘ્ર પ્રાપ્તિ થાય એવા હેતુથી ઉતાવળપૂર્વક ન જવું જોઇએ અને હોશિયારી કરીને પણ ન જવું જોઇએ. (૨) આપત્તિકારક, બાધાજનક માર્ગેથી ભિક્ષાર્થે ન નીકળવું. (૩) ઘરોના નાના કે મોટા દરવાજા કે બંધ માર્ગ માલીકની આજ્ઞા વગર ન ખોલવા જોઇએ. (૪) અનેક ભિક્ષાચરો(ભિક્ષુકો) કે અસાંભોગિક સાધુઓને માટે દાતાએ સામુહિક આહાર આપ્યો હોય તો સંવિભાગ કરીને પોતાના ભાગમાં આવેલો આહાર જ લેવો અને સાધર્મિકોની સાથે જ આહાર કરવાનો હોય તો પણ પોતાના ભાગમાં આવેલા આહારથી અધિક આહાર ખાવાની ઇચ્છા કે પ્રયત્ન ન કરવો. (૫) ઘરની બહાર કોઈ ભિક્ષુક ઊભો હોય તો તે ઘરમાં ભિક્ષા માટે ન જવું, તે ભિક્ષા લઈને નિવૃત્ત થાય અર્થાત્ ચાલ્યો જાય પછી જ એ ઘરે જવું કલ્પે છે. છઠ્ઠો ઉદ્દેશક :– (૧) માર્ગમાં કબૂતર આદિ પ્રાણીઓ આહાર કરતા હોય તો અન્ય માર્ગેથી ભિક્ષાર્થે જવું જોઇએ. (૨) ગૃહસ્થના ઘરમાં ઉચિત્ત સ્થાન પર અને વિવેકપૂર્વક ઊભા રહેવું જોઇએ તથા ચક્ષુઇન્દ્રિયને વશમાં રાખવી જોઇએ. (૩) પૂર્વકર્મ પશ્ચાતકર્મ દોષયુક્ત ભિક્ષા લેવી નહીં તેમજ સચેત પાણી, મીઠું આદિ કે વનસ્પતિ વગેરેથી ખરડાયેલા હાથ કે ચમચા વડે ભિક્ષા લેવી નહિ. (૪) સચેત કે કોઈપણ અચેત વસ્તુ સાધુ માટે ફૂટીને, પીસીને, જાટકીને આપવામાં આવે તો તે ન લેવી. (૫) અગ્નિ પર રાખેલી વસ્તુ ન લેવી. સાતમો ઉદ્દેશક :– -- (૧) માલોહડ(નિસરણી આદિ રાખીને આપવામાં આવે એવી) વસ્તુ ન લેવી તથા મુશ્કેલીથી બહાર કાઢીને અથવા લઈને આવે એવી વસ્તુ પણ ન લેવી. (૨) બંધ ઢાંકણું ખોલવામાં પહેલાં કે પછી વિરાધના થતી હોય તો તેને ખોલાવીને વસ્તુ ન લેવી. (૩) સચેત પૃથ્વી, પાણી, વનસ્પતિની ઉપર રાખવામાં આવેલા પદાર્થ ન લેવાં. (૪) પંખા આદિની હવાથી ગરમ પદાર્થ ઠંડો કરીને આપે તો ન લેવો. ન (૫) ધોવાથી અચેત બનેલા પાણીને ૧૫ મીનિટ સુધી ન લેવું. (૬) ક્યારેક દાતા વહોરાવવા યોગ્ય સ્થિતિમાં ન હોય અથવા તેના વહોરાવવામાં વિરાધનાની સંભાવના થતી હોય તો ભિક્ષુ આજ્ઞા પ્રાપ્ત કરીને સ્વયં (ફક્ત પાણી જ) તે પાત્રમાંથી ઉલેચીને અથવા લોટી, ગ્લાસ કે પોતાના પાત્રાથી ઘરના માલિકની ઇચ્છા (સ્વીકૃતિ) અનુસાર લઈ શકે છે. (૭) સચિત્ત પદાર્થોની ઉપર કે નીચે રાખવામાં આવેલાં અચેત પાણીને ન લેવું તેમજ સચેત પાણી લેવાના પાત્રથી અચેત પાણી આપે તો ન લેવું જોઇએ. આઠમો ઉદ્દેશક :– (૧) બીજ કે ગોટલી યુક્ત અચેત પાણી હોય અને તેને ગાળીને આપવામાં આવે તો પણ ન લેવું. Page #113 -------------------------------------------------------------------------- ________________ jainology 113 આગમસાર (૨) ક્યાંયથી પણ સુગંધ આવતી હોય તો એમાં આસક્ત ન થવું. (૩) સૂકી કે લીલી વનસ્પતિના બીજ, ફળ, પાન, શાકભાજી આદિ સંપૂર્ણપણે શસ્ત્ર પરિણત થઈને અચેત થાય, પછી જ ગ્રહણ કરવા કલ્પે છે. (૪) કોઈ પદાર્થમાં રસજ આદિ ત્રસ જીવો ઉત્પન્ન થઈ ગયા હોય તો શસ્ત્રપરિણત થયા પહેલાં કે પછી પણ ન લેવા જોઇએ. (ઉપર સાકરનું પડ ચડાવેલી વરિયાળી પીપર આદીમાં ગવેષણા થઈ શકતી નથી, તેથી સાકરની અંદર ઈયળ ધનેડા આદિ ત્રસ જીવ હોવાની શક્યતા રહેલી હોય તેવી શંકાસ્પદ વસ્તુ ન લેવી.) (૫) કુંભીપક્વ ફળો એટલે કુંભમાં પકાવેલા ફળોને અપ્રાસુક અનેષણીય માનીને ન લેવા. નવમો ઉદ્દેશકઃ(૧) સાધુને આહાર વહોરાવીને, અન્ય આહાર બનાવાશે એવું જણાય અથવા એવી શંકા લાગે તો પણ ત્યાંથી આહાર ન લેવો. (૨) ભક્તિ સંપન્ન અથવા પોતાના પારિવારિક ઘરોમાં આહાર નિષ્પન્ન(બન્યા) થયા પહેલાં જઈને, ફરીથી બીજી વાર જવું ભિક્ષને કલ્પ નહિં. કારણ કે ત્યાં દોષ લાગવાની અધિક સંભાવના રહે છે. (૩) સારું—સારું(સરસ–સ્વાદિષ્ટ) આહાર-પાણી ખાવા-પીવા અને ખરાબ (અમનોજ્ઞ, રુક્ષ, નીરસ)ને પરઠી દેવું; આવું કરવું સાધુને કહ્યું નહિ. (૪) અધિક આહાર આવી જાય તો અન્ય સાધુઓને નિમંત્રણ ર્યા વિના આહાર ન પરવો જોઈએ. (૫) કોઈની નિશ્રાના આહારને કે એના નિમિત્તે બનાવેલો આહાર એને પૂછ્યા વિના કે તેની આજ્ઞા વિના બીજા દ્વારા ન લેવો. (નોકર, રસોઈયા આદિ દ્વારા) દશમો ઉદ્દેશકઃ- (૧) ભિક્ષામાં મળેલા સામાન્ય આહારમાંથી કોઈને આપવામાં પોતાની ઇચ્છાનુસાર વર્તન ન કરવું જોઈએ પરંતુ તે સહવર્તી ભિક્ષુઓની આજ્ઞા લઈને જ કોઈને આપવો. (૨) વ્યક્તિગત ગોચરી હોય તો આહાર બતાવવામાં નિષ્કપટભાવ રાખવો. (૩) ઈક્ષ (શેરડી) આદિ બહુ ઉજિઝત ધર્મા(જેમાં ખાવાનું થોડું અને ફેંકી દેવાનું ઘણું) એવા પદાર્થો ન લેવા જોઇએ. (૪) ભૂલથી કોઈ અચેત પદાર્થ ગ્રહણ કર્યો હોય તો પુનઃ દાતાની આજ્ઞા પ્રાપ્ત કરીને તેને વાપરવો. જો અનુપયોગી હોય તો પાછો આપી દેવો. (દાતાની જાણ બહાર કોઈ વસ્તુ વહોરવામાં આવી ગઈ હોય .) અગિયારમો ઉદ્દેશકઃ(૧) કોઈ રોગી ભિક્ષને માટે લાવવામાં આવેલા આહારમાં નિઃસ્વાર્થવૃત્તિ રાખવી અને નિઃસ્વાર્થભાવે સેવા કરવી. (૨) ભોજન સંબંધી ૭ અભિગ્રહ(પિંડેષણા) છે– ૧. સલેપ હાથ વગેરેથી લેવું ૨. અલેપ હાથ આદિથી લેવું ૩. મૂળ વાસણમાંથી લેવું ૪. અલેપ્ય પદાર્થ લેવા ૫. અન્ય પીરસવા આદિના વાસણમાંથી લેવું . ભોજન કરનારની થાળીમાંથી લેવું ૭. ફેંકી દેવા યોગ્ય આહાર લેવો. આ જ પ્રકારે સાત પાણેષણા જાણવી.(પાણી સંબંધી) બીજું અધ્યયન-શયેષ્ણા. આ અધ્યયનમાં ઉપાશ્રય સંબંધિત વર્ણન છે. (૧) લીલું ઘાસ, બીજ, અગ્નિ અને જળ તથા ત્રસ જીવ, કીડી, મંકોડા આદિથી યુક્ત સ્થાનમાં ન રોકાવું. (૨) જૈન સાધુઓના ઉદ્દેશથી અથવા ગણતરી યુક્ત ઉદ્દેશથી બનાવાયેલ સ્થાનમાં ન ઊતરવું. (૩) કિતદોષ અને નાના-મોટા સુધારા-વધારાથી યુક્ત કાર્ય સાધુના માટે કરવામાં આવેલ હોય તો એવા સ્થાનમાં ન રહેવું. ગૃહસ્થના ઉપયોગમાં આવી જાય તો ક્રીત કે પરિકર્મયુક્ત બધા ઉપાશ્રય કલ્પનીય કહેવાય છે. (૪) જમીનથી ઊંચા અને ચારે તરફ ખુલ્લા આકાશવાળા સ્થાનોમાં ન રહેવું. (૫) સપરિવાર ગૃહસ્થના મકાનોમાં અથવા ધન-સંપત્તિયુક્ત સ્થાનોમાં ન રહેવું. (૬) ગૃહસ્થના રહેવાના સ્થાનની અને સાધુને ઉતરવાના(રહેવાના) સ્થાનની છત અને ભીત બંને ભેગાં(સંલગ્ન) હોય તેને દ્રવ્ય પ્રતિબદ્ધ ઉપાશ્રય કહે છે તથા જ્યાં સ્ત્રી અને સાધુને બેસવાની કે લઘુનીત કરવાની જગ્યા એક જ હોય, જ્યાંથી સ્ત્રીનું રૂપ સરળતાથી જોઈ શકાતું હોય, તેના શબ્દો સરળતાથી સંભળાતા હોય, તે ભાવ પ્રતિબદ્ધ ઉપાશ્રય કહેવાય છે. આવા પ્રતિબદ્ધ ઉપાશ્રયમાં ન રહેવું. (દ્રવ્ય પ્રતિબધ્ધથી લોકનીંદાની સંભાવના હોય છે.) (૭) ભિક્ષુ અસ્નાન ધર્મનું પાલન કરનાર હોય છે અને સમયે-સમયે કેટલાય કાર્યોમાં લઘુનીતનો ઉપયોગ કરનાર હોય છે. તેથી, ભિક્ષુના શરીરની ગંધ કે દુર્ગધ આદિ પણ ગૃહસ્થોને માટે પ્રતિકૂળ તેમજ અમનોજ્ઞ બની શકે છે, તેથી ભિક્ષુને પરિવારયુક્ત ગૃહસ્થના ઘરમાં રહેવાની જિનાજ્ઞા નથી. (૮) સાધુને ક્યારેક સ્થાન નાનું અને અનેક વસ્તુઓથી રોકાયેલું મળે તો રાત્રે ગમનાગમન કરતી વખતે પહેલાં હાથથી જોઈને (અનુમાન કરીને) પછી ચાલવું. ૯) સ્ત્રી આદિકના, ચિત્રો અને લેખો યુક્ત ઉપાશ્રયમાં ન ઊતરવું જોઇએ. (૧૦) પાટ કે ઘાસ પણ જીવ રહિત, હલકા, પાછા આપવા જેવા અને સુયોગ્ય હોય તો જ ગ્રહણ કરવાં, તે પાછા આપતી વખતે પ્રતિલેખન કરીને અને આવશ્યક્તા હોય તો તાપ(તડકો) આપીને જીવ રહિત થયા પછી આપવાં. તડકો જીવ વિરાધના ન થાય એ રીતે, જમીન પર છાયા હોય તથા કુણો તડકો હોય તો જ આપી શકાય છે. (૧૧) સૂવા–બેસવાની જગ્યા અને પાટ આદિ દીક્ષા પર્યાયના ક્રમથી કરવા અને આચાર્ય આદિ પૂજ્ય પુરુષો તથા રોગી, તપસ્વી. આદિના ગ્રહણ ર્યા પછી જ યુવાન અને સ્વસ્થ શ્રમણોએ ગ્રહણ કરવાં. (૧૨) મળ-મૂત્ર પરઠવાની ભૂમિ આજુબાજુમાં હોય, તેને પુછી,જાચી–અવલોકી પછી સ્થાન નકકી કરવું. Page #114 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 114 (૧૩) શરીર અને શય્યાનું પ્રમાર્જન કરીને પરસ્પર હાથ-પગ ન લાગે એવી રીતે યતનાપૂર્વક સૂવું(શયન કરવું). ખાંસી, છીંક, બગાસા, વાયુ નિસર્ગ આદિ ક્રિયાઓ થાય તો મુખને અથવા ગુદાભાગને હાથથી ઢાંકીને તે પ્રવૃત્તિઓ કરવી. (૧૪)અનુકૂળ અથવા પ્રતિકૂળ શય્યામાં સમાધિભાવ પૂર્વક સમય વ્યતીત કરવો. ત્રીજું અધ્યયનઇર્યા. આ અધ્યયનમાં વિચરણ(વિહાર) સંબંધી વર્ણન છે. (૧) વરસાદ થઈ જાય પછી, લીલું ઘાસ તેમજ ત્રસ જીવોની અધિક ઉત્પત્તિ થયા પછી કે વિરાધના રહિત માર્ગો અનુપલબ્ધ થઈ જાય એ પહેલા, અષાઢી પૂર્ણિમા પહેલાં જ ચાતુર્માસ માટે સ્થિર થઈ જવું જોઇએ. (૨) જ્યાં આહાર; પાણી, મકાન, પરઠવાની ભૂમિ, સ્વાધ્યાય ભૂમિ વગેરે સુલભ હોય એવા ક્ષેત્રોમાં જ ચાતુર્માસ કરવા. (૩) ચાતુર્માસ પછી માર્ગ જીવ વિરાધના રહિત બની જાય ત્યારે વિહાર કરવો. (૪) જીવ રક્ષા અને જતના કરતાં–કરતાં, પગ અને શરીરને સંભાળીને, જાળવીને ચાલવું. વિવેકપૂર્વક વિરાધના રહિત માર્ગો પરથી જવા માટેનો નિર્ણય કરવો. (૫) અનાર્ય પ્રકૃતિનાં લોકોની વસ્તીવાળા ક્ષેત્રો કે માર્ગો પરથી વિહાર ન કરવો. (૬) જન રહિત અતિ—અધિક લાંબા માર્ગો પરથી વિહાર ન કરવો. (૭) પરિસ્થિતિ ઉપસ્થિત થવા સમયે સૂત્રોક્ત વિવેક અને વિધિઓની સાથે નૌકા વિહાર કરવો કલ્પે છે. (૮) સાધકને નદીમાં ફેંકી દેવામાં આવે તો તરીને તેને પાર કરવી કલ્પે છે. (૯) શરીર પાણીની ભિનાશથી રહિત થાય ત્યાં સુધી નદીના કિનારે ઊભું રહેવું. પછી વિરાધના રહિત અથવા અપેક્ષિત અલ્પાતિઅલ્પ વિરાધનાવાળા માર્ગની અન્વેષણા કરી વિહાર કરવો. (૧૦) વિહાર કરતી વખતે કોઈની સાથે વાતચીત કરતાં–કરતાં ન ચાલવું. (૧૧) ઘુંટણની નીચે સુધી પાણી હોય, એવાં નદી—નાળાં માર્ગમાં આવે અને અન્ય માર્ગ આસપાસ ન દેખાય તો પાણીનું મંથન ન થાય એવી રીતે તથા અન્ય સૂત્રોક્ત વિવેક રાખીને, (એક પગ પાણીમાં નાખવાથી ઓળંગી શકાય તેટલા નાના વહેણને અનુકંપા અને પ્રાયશ્ચિતનાં ભાવ સાથે) ચાલીને તેને પાર કરવા ક૨ે છે. (૧૨) અતિ વિષમ અથવા અસમાધિકારક માર્ગો પરથી ન ચાલવું જોઇએ. (૧૩) ગ્રામ આદિની શુભ-અશુભતાના પરિચય સંબંધી રાહગીરોના પ્રશ્નોનો (કોઈ) ઉત્તર ન આપવો અને એને લગતાં(આવા) પ્રશ્નો પૂછવાં પણ નહીં. (૧૪) ચાલતી વખતે માર્ગમાં અનેક સ્થાનોને, જળાશયોને અને જીવોને આસક્તિપૂર્વક જોવા નહીં અને દેખાડવાં પણ નહીં. (૧૫) આચાર્ય અથવા રત્નાધિક સાધુઓની સાથે વિનય અને વિવેકપૂર્વક ચાલવું અને બોલવામાં પણ વિવેક રાખવો. (૧૬) પશુ, , અગ્નિ કે પાણી વિશે અથવા માર્ગની લંબાઈ આદિ વિશે કોઈ પથિક પ્રશ્ન પૂછે તો ઉત્તર ન આપતાં, મૌનપૂર્વક, ઉપેક્ષા ભાવથી ગમન કરવું જોઇએ. (૧૭) માર્ગમાં ચોર, લૂંટારા, થાપદ આદિથી ભયભીત થઈને, ગભરાઈને ભાગ–દોડ ન કરવી, ધીરજ અને વિવેકપૂર્વક ગમન કરવું જોઇએ. ચોથું અધ્યયન—ભાષા. આ અધ્યયનમાં ભાષા સંબંધી વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ક્રોધ, માન, માયા અને લોભયુક્ત વચન બોલવાં, જાણે કે અજાણે કઠોર વચન બોલવાં, આ બધી સાવધ ભાષા છે. આવી ભાષા ન બોલવી. (૨) નિશ્ચયકારી ભાષા ન બોલવી અને અશુદ્ધ ઉચ્ચારણ ન કરતાં વિવેકપૂર્વક શુદ્ધ સ્પષ્ટ ભાષા બોલવી. (૩) સત્ય અને વ્યવહાર બે પ્રકારની ભાષા બોલવી. તે પણ સાવદ્ય, સક્રિય, કર્કશ, કઠોર, નિષ્ઠુર, છેદકારી, ભેદકારી, ન હોય એવી ભાષા બોલવી. (૪) એકવાર કે અનેકવાર બોલાવવા છતાં પણ કોઈ ન બોલે તો પણ તેને માટે હીન કે અશુભ શબ્દોનો પ્રયોગ ન કરવો પરંતુ ઉચ્ચ શબ્દ અને સંબોધનનો જ પ્રયોગ કરવો. (૫) કોઈના સંબંધમાં અતિશયોક્તિ યુક્ત વચન ન બોલવાં. (૬) વરસાદ, ઠંડી, ગરમી, હવા, સુકાળ, દુષ્કાળ, રાત, દિન, વગેરે પ્રાકૃતિક પ્રવૃત્તિઓના સંબંધમાં થશે કે નહિ થાય, એવા સંકલ્પો કે વચન પ્રયોગ ન કરવા. અર્થાત્ આગાહી ન કરવી.(કારણકે પ્રકૃતિ હંમેશા અકળ–જાણી ન શકાય તેવી હોય છે.) (૭) અન્ય કડવા વચન કે સંબોધન(કોઢી, રોગી, આંધળા વગેરે) ન બોલવા. શુભ સંબોધન વચન(યશસ્વી, ભાગ્યશાળી વગેરે...) બોલવાં. (૮) રમણીય આહાર, પશુ-પક્ષી આદિની સુંદરતા, વગેરેની પ્રશંસા ન કરવી. તેમજ અન્ય પશુ-પક્ષીઓ, ધાન આદિ વિશે પણ અનાવશ્યક, પાપકારી(સાવધ) કે પીડાકારી વચન ન બોલવાં જોઇએ. (૯) શબ્દ–રૂપ આદિના વિશે રાગ-દ્વેષ ભાવયુક્ત પ્રશંસા કે નિંદા ન કરવી. આમ, કષાયભાવોથી રહિત, વિચારપૂર્વક, ઉતાવળ રહિત, વિવેક સાથે, આવશ્યક અને અસાવધ વચનો બોલવાં જોઇએ. પાંચમું અધ્યયન–વસ્ત્રા. આ અધ્યયનમાં વસ્ત્ર સંબંધિત વર્ણન છે. (૧) ૧. પંચેન્દ્રિય પ્રાણીઓનાં વાળમાંથી બનેલાં વસ્ત્રો ૨. અળસી–વાંસ આદિમાંથી બનેલા વસ્ત્રો ૩. શણ આદિમાંથી બનેલા વસ્ત્રો ૪. તાડ આદિના પાનથી બનેલા વસ્ત્રો ૫. કપાસ(રૂ)થી બનેલા વસ્ત્રો ૬. આકડા આદિના રૂથી બનેલા વસ્ત્રો. આમાંથી સ્વસ્થ ભિક્ષુને કોઈપણ એક પ્રકારના વસ્ત્રો ધારણ કરવા કલ્પે છે. વ્યાખ્યાકારોએ કપાસના વસ્ત્રોને પ્રાથમિકતા આપી છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ jainology | 115 આગમસાર ત્યારપછી ઊની વસ્ત્રોને ગ્રાહ્ય કહ્યા છે. આ બે પ્રકારના વસ્ત્રો ઉપલબ્ધ હોય તો અન્ય જાતિના વસ્ત્રોને ગ્રહણ ન કરવાં જોઇએ, એવો નિર્દેશ કરવામાં આવ્યો છે.(રેશમ માટે જીવતા કીડાઓને ગરમ ઉકળતા પાણીમાં નાખી તાંતણાં, રેશમ મેળવવામાં આવે છે. તેથી સાધુ કે શ્રાવક કોઈએ પણ રેશમી કાપડ વાપરવું નહીં,કે તેવા કાપડની પ્રસંશા કરી અનુમોદના પણ ન કરવી.) (૨) બે કોષથી વધારે આગળ વસ્ત્ર યાચના માટે ન જવું. (૩) ઉદ્દેશિક(સાધુના ઉદ્દેશથી હોય) એવા દોષયુક્ત વસ્ત્રો ન લેવા. (૪) ક્રીત આદિ દોષયુક્ત વસ્ત્રો ન લેવા, પરંતુ ભિક્ષુના હેતુ વગર ગૃહસ્થને સહજ રીતે ઉપયોગમાં આવ્યા પછી તેને વહોરવું કલ્પે છે. (૫) સામાન્યજન માટે અપરિભોગ્ય હોય એવા બહુમૂલ્યવાળા વસ્ત્રો ન લેવા. (૬) ૧. સંકલ્પિત જાતિના વસ્ત્ર ૨. સામે દેખાતાં હોય તે વસ્ત્ર ૩. ગૃહસ્થે જેનો થોડો ઉપયોગ ર્યો છે એવાં વસ્ત્ર ૪. જે ગૃહસ્થો માટે તદ્દન(પૂર્ણરૂપે) બિનઉપયોગી બની ગયા છે એવાં વસ્ત્રોને જ ગ્રહણ કરવાની વિશિષ્ટ પ્રતિજ્ઞા– અભિગ્રહ ધારણ કરવાં. (૭) ગૃહસ્થ વસ્ત્રો માટે પાછળથી સમય આપીને બોલાવે તો સ્વીકાર ન કરવો અને તે જ વખતે (વસ્ત્ર વહોરવા ગયા હોય તે વખતે) કોઈપણ પ્રકારની પ્રક્રિયા (વસ્ત્રોને ધોવા, સુવાસિત કરવા આદિ ક્રિયા) ર્યા વગર આપે તો લેવું. (૮) વસ્ત્રમાંથી સચેત પદાર્થ ખાલી કરીને આપે તો ન લેવું. (૯) પૂર્ણ નિર્દોષ વસ્ત્રને ત્યાં જ પૂરેપૂરું ખોલીને જોઈને પછી જ લેવું. (૧૦) જીવ રહિત અને ઉપયોગમાં આવે એવું જ વસ્ત્ર વહોરવું. (૧૧) વસ્ત્ર લીધા પછી તરત જ ધોવાની પ્રક્રિયા કરવી પડે એવા વસ્ત્રો ન લેવા. (૧૨) ક્યારેય પણ વસ્ત્ર ધોઈને સુકાવવું હોય ત્યારે જીવ–વિરાધના થાય એવા સ્થાનમાં અથવા ચારેય તરફ ખુલ્લા આકાશવાળા ઊંચા સ્થાનમાં(વેદી વિનાની અગાશી આદિમાં) ન સુકાવવું જોઇએ. (૧૩) વસ્ત્ર વિશે, માયા—છલ-કપટ પ્રવૃત્તિ ન કરવી અને ફાડવું, સીવવું, અદલા– બદલી કરવી આદિ નિરર્થક પ્રવૃત્તિઓ ન કરવી છઠ્ઠું અધ્યયન–પાત્રષ્ણા. આ અધ્યયનમાં પાત્ર સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) લાકડું, તુંબડું અને માટી(કપ વગેરે) આ ત્રણ જાતના પાત્રો લેવા કલ્પે છે. (૨) સ્વસ્થ ભિક્ષુ આમાંથી એક જાતના પાત્ર ગ્રહણ કરે. (દા.ત. લાકડાનું) (૩) સોના, ચાંદી, લોઢું આદિ ધાતુના અને કાચ, મણિ, વસ્ત્ર, દાંત, પત્થર, ચામડું આદિના પાત્ર લેવા ભિક્ષુને કલ્પતાં નથી. બાકીનું વર્ણન વસ્ત્રની જેમ જ પાત્ર વિશે પણ સમજવું. મૂળ પાઠમાં નથી પણ કોઇ સંપ્રદાયમાં પ્લાસ્ટીક અને એક્રેલીકનો પણ વપરાશ છે.આમતો સર્વ ઉપકરણો પૃથ્વીકાયમય કે અચિત વનસ્પતિના હોય છે.કયારેક પ્રાણીઓના વાળ એટલે કે ઉનનાં પણ હોય છે. વિવેક સર્વત્ર ઇચ્છનીય છે. સાતમું અધ્યયન–અવગ્રહ પ્રતિમા. આ અધ્યયનમાં આજ્ઞા લેવા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ભિક્ષુને કોઈપણ વસ્તુ અદત્ત(આપ્યા વગર) લેવી કલ્પતી નથી. કોઈ તેને આપે તો તેમજ સ્વયં આજ્ઞા લઈને કે પૂછીને તે વસ્તુ ગ્રહણ કરી શકે છે. (૨) સાધર્મિક, સહચારી શ્રમણોના ઉપકરણો આજ્ઞા વિના લેવાં કલ્પતા નથી. (૩) મકાનના માલિકની અથવા જે વ્યક્તિને મકાન સોંપ્યું હોય તેની અથવા મકાન માલિક કહે તેમની આજ્ઞા લેવી. (૪) મકાનની સીમા, પરઠવાની ભૂમિ, સમયની મર્યાદા વગેરેનો ખુલાસો કરવો. (૫) સાંભોગિક સાધુઓ પધાર્યા હોય તો, તેમને સ્થાન, પથારી, પાટ અને આહાર– પાણી આપવા, નિયંત્રણ કરવા. (૬) અન્ય સાંભોગિક સાધુઓ પધારે તો તેમને સ્થાન, પથારી, પાટ આદિ આપવા, નિયંત્રણ કરવા. શ્રમણ બ્રાહ્મણયુક્ત મકાન મળ્યું હોય તો તેને કોઈપણ જાતના અણગમા વગર વિવેકપૂર્વક વાપરવું. (૮) વ્યક્તિની અપેક્ષાએ આજ્ઞા પાંચ પ્રકારની છે– ૧. દેવેન્દ્રની ૨. રાજાની ૩. શય્યાતરની ૪. ગૃહસ્થની પ. સાધર્મિક સાધુની. આઠમું અધ્યયન—સ્થાન. (૧) આ અધ્યયનમાં ઊભા રહીને કાઉસ્સગ્ગ કરવાની પ્રતિજ્ઞા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. એના માટે યોગ્ય સ્થાન ગ્રહણ કરવાનું સંપૂર્ણ વર્ણન બીજા અધ્યયનમાં બતાવ્યા પ્રમાણે છે. (૨) આ પ્રતિજ્ઞા કરનાર વ્યક્તિ આલંબન લઈને ઊભો રહી શકે છે. હાથ-પગનું સંચાલન(હલન–ચલન) કરી શકે છે. મર્યાદિત ભૂમિમાં સંચરણ(ચાલવું) પણ કરી શકે છે અને સંપૂર્ણપણે નિશ્ચલ, આલંબન રહિત કાઉસ્સગ્ગ પણ યથાસમય કરે છે, પરંતુ બેસતો નથી અને સૂતો પણ નથી. નવમું અધ્યયન–નિષીધિકા. (૧) આ અધ્યયનમાં બેસવા સંબંધિત અને સ્વાધ્યાય સંબંધિત ચર્ચાનું વર્ણન કરવામાં આવ્યું છે. યોગ્ય સ્થાનની યાચના વિધિ પૂર્વવત્ છે. દશમું અધ્યયન–ઉચ્ચાર પ્રસવણ. આ અધ્યયનમાં મળ ત્યાગવા(સ્થંડિલ) અને પરઠવા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. (૧) ઉચ્ચાર–પાસવણ(મળોત્સર્ગ)ની બાધા ઊભી થવા પર, મળદ્વાર સાફ કરવા માટેનો વસ્ત્રખંડ પોતાની પાસે ન હોય તો અન્ય સાધુઓ પાસેથી લેવું. (૨) જીવ રહિત અચેત અને નિર્દોષ ભૂમિમાં પરઠવું. (૩) પોતાને અસુવિધાકારી અને અન્યને અનિચ્છનીય(અમનોજ્ઞ) લાગે એવા સ્થળે ન જવું. (૪) મનોરંજનના સ્થળો, લોકોને ઉપયોગમાં આવતા હોય તેવા સ્થળો અને ફળ, ધાન્ય વગેરેનો સંગ્રહ થતો હોય તેવાં સ્થળોમાં સ્થંડિલ ન જવું અથવા તેવા સ્થળોની આસપાસની જગ્યાએ પણ મળોત્સર્ગ માટે ન જવું. Page #116 -------------------------------------------------------------------------- ________________ 116 આગમસાર–પૂર્વાર્ધ (૫) ભિક્ષુ જ્યાં રોકાયા હોય ત્યાં અને તેની આસપાસની ભૂમિમાં તેના માલિકની આજ્ઞા કે રજા વગર મળોત્સર્ગ ન કરવો. (૬) આવશ્યક્તા ઊભી થાય તો પોતાના અથવા અન્ય ભિક્ષુના ઉચ્ચાર– માત્રકને લઈને ઉપાશ્રયના કોઈ એકાંત સ્થાનમાં બેસીને તે પાત્રમાં મલોત્સર્ગ કરવો અને પછી યોગ્ય ભૂમિમાં પરિષ્ઠાપન કરવું, પરઠી દેવું. અગિયારમું અધ્યયન–શબ્દ. આ અધ્યયનમાં શબ્દ શ્રવણ સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) તત, વિતત, ઘન, નૃસિર આ ચાર પ્રકારના વાદ્યો હોય છે, તેના અવાજ સાંભળવા ન જવું. અન્ય પણ અનેક સ્થાનો, વ્યક્તિઓ અને પશુઓનો અવાજ સાંભળવા માટે ન જવું. (૨) સ્વાભાવિક રીતે જે શબ્દો સંભળાઈ જાય તો તેમાં આસક્તિ ભાવ ન રાખવો. બારમું અધ્યયન–૩૫. (૧) આ અધ્યયનમાં રૂપ જોવા સંબંધિત અર્થાત્ દર્શનીય સ્થાનોને જોવા જવા માટેનો નિષેધ કરવામાં આવ્યો છે. જેનું વર્ણન પૂર્વ અધ્યયન મુજબ જ છે. (૨) સ્વાભાવિક રીતે જ કોઈ પદાર્થ દષ્ટિગોચર થાય તો તેમાં આસક્તિ ભાવ ન રાખવો. તેરમું અધ્યયન-પરક્રિયા. આ અધ્યયનમાં પર ક્રિયા સંબંધિત વર્ણન કરવામાં આવ્યું છે. (૧) કોઈપણ ગૃહસ્થ સાધુના શરીર પર સુશ્રુષા પરિચર્યા આદિ પ્રવૃત્તિઓ કરે તો તેને મનાઈ કરી દેવી તથા પોતે જાતે પણ ગૃહસ્થને કહીને સેવા ન કરાવવી. (૨) એ જ પ્રમાણે શલ્ય ચિકિત્સા, મેલ નિવારણ, કેસ-રોમ કર્તન(કપાવવાં), જૂલીખ નિષ્કાસન આદિ પ્રવૃત્તિઓનાં વિષયમાં પણ સમજી લેવું. (૩) એ જ પ્રમાણે કોઈ ગૃહસ્થ અશુદ્ધ કે શુદ્ધ મંત્રથી ચિકિત્સા કરે અથવા સચેત કંદ આદિથી(સચેત પદાર્થથી) ચિકિત્સા કરે તો પણ ના પાડી દેવી(નિષેધ કરવો.) (૪) પ્રત્યેક પ્રાણી પોતાના કર્મોને ઉપાર્જિત કરીને પછી તેના વિપાક–ફળ(પરિણામ) અનુસાર વેદના ભોગવે છે, એવું જાણીને સમભાવથી દુઃખ સહન કરવું અને સંયમ–તપમાં સમ્યક પ્રકારે રમણતા કરવી. ચૌદમું અધ્યયન-અન્યોન્ય ક્રિયા. સાધુ–સાધુ પરસ્પર પણ શરીર પરિકર્મ આદિ ક્રિયાઓ ન કરે. એનું વર્ણન તેરમા અધ્યયન મુજબ જાણવું. પંદરમું અધ્યયન–ભાવના. આ અધ્યયનમાં પ્રભુ મહાવીરના પારિવારિક જીવનનું જન્મથી માંડી દીક્ષા સુધીનું સંક્ષિપ્ત વર્ણન છે, દીક્ષા મહોત્સવનું પણ વર્ણન છે. (અન્યત્ર વિસ્તૃત વર્ણન હોવાને કારણે અહીં નથી કરી રહ્યા) કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી પાંચ મહાવ્રતના સ્વરૂપ અને ભાવનાઓના કથન સુધી સંબંધ જોડવામાં આવેલ છે. પ્રથમ મહાવ્રતની પાંચ ભાવના:- (૧) ઈરિયા સમિતિ યુક્ત હોવું (૨) પ્રશસ્ત મન રાખવું (૩) અસાવધ વચન, સત્ય વચન અને પ્રશસ્ત વચનનો પ્રયોગ કરવો (૪) કોઈપણ પદાર્થને ગ્રહણ કરવો, મૂકવો, આદિ પ્રવૃત્તિઓ યતનાપૂર્વક કરવી (૫) આહાર-પાણીને સારી રીતે અવલોકન ર્યા પછી વાપરવા. બીજા મહાવ્રતની પાંચ ભાવના:- (૧) સારી રીતે વિચારીને શાંતિપૂર્વક રાગ-દ્વેષ રહિત ભાષા બોલવી (૨) ક્રોધનો નિગ્રહ કરવો (૩) લોભનો નિગ્રહ કરવો (ઉપલક્ષણથી માન-માયાનો પણ નિગ્રહ કરવો) અર્થાત્ ક્રોધાદિ કષાય ભાવની અવસ્થામાં મૌન રાખવું (૪) ભયનો ત્યાગ કરીને નિર્ભય બનવા પ્રયત્ન કરવો (૫) હાસ્ય પ્રકૃતિનો ત્યાગ કરીને ગંભીરતા ધારણ કરવી. ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના:- (૧)ઉપાશ્રયની બધી વાતોનો વિચાર કરીને આજ્ઞા લેવી. (૨) ગુરુજન અથવા આચાર્યની આજ્ઞા કોઈપણ વસ્તુનું આસ્વાદન કરવું. (૩) મોટા સ્થાનમાં અથવા અનેક વિભાગ યક્ત સ્થાનમાં ક્ષેત્ર સીમાની સ્પષ્ટતા કરીને આજ્ઞા લેવી અથવા શય્યાદાતા જેટલા સ્થાનની આજ્ઞા આપે એટલા જ સ્થાનનો ઉપયોગ કરવો. (૪) પ્રત્યેક આવશ્યક વસ્તુઓની સમયસર ફરીને આજ્ઞા લેવાની પ્રવૃત્તિ અને અભ્યાસ રાખવો. (૫) સહચારી સાધુઓના ઉપકરણ-આદિની આજ્ઞા લઈને પછી જ તેને ગ્રહણ કરવા. ચોથા મહાવ્રતની પાંચ ભાવનાઃ- (૧) સ્ત્રી સંબંધી રોગજનક વાતો ન કરવી (૨) સ્ત્રીના મનોહર અંગોનું રાગ ભાવથી અવલોકન ન કરવું (૩) પૂર્વ જીવનનું, એશ-આરામનું સ્મરણ ચિંતન ન કરવું (૪) અતિ ભોજન અથવા સરસ ભોજન ન કરવું (૫) સ્ત્રી-પશુ આદિ રહિત ઉપાશ્રયમાં રહેવું. પાંચમા મહાવ્રતની પાંચ ભાવના - (૧) શબ્દ (૨) રૂપ (૩) ગંધ (૪) રસ (૫) સ્પર્શ. આ પાંચ વિષયોનો સંયોગ ન કરવો અને સ્વાભાવિક સંયોગ થવા પર રાગ ભાવ કે આસક્તિ ભાવ ન રાખવો. સોળમું અધ્યયન-વિમુકિત. આ “વિમુક્તિ' નામનું અંતિમ અધ્યયન છે. આમાં મોક્ષ પ્રાપ્તિની પ્રેરણા અને તેના ઉપાયો સૂચિત્ત ક્ય છે. થિી ભાવિત થઈને (ભાવતાં ભાવતાં) આરંભ– પરિગ્રહનો ત્યાગ કરવો. (૨) હીલના વચન આદિ કઠોર શબ્દરૂપી તીરોને સંગ્રામશર્ષ હાથીની સમાન સહન કરવાં. (૩) તૃષ્ણા રહિત થઈને ધ્યાન કરવું કે જેનાથી તપમાં, પ્રજ્ઞામાં અને યશમાં વૃદ્ધિ થાય. (૪) કલ્યાણકારી મહાવ્રતોનું યથાવત્ પાલન કરવું. (૫) ક્યાંય પણ રાગ ભાવ ન રાખવો. સ્ત્રીઓમાં આસક્તિ ન રાખવી. પૂજા-પ્રતિષ્ઠાની ચાહના ન રાખવી. (૬) આવા સાધકનાં કર્મમેલ, જેમ અગ્નિથી ચાંદીનો મેલ સાફ થાય છે તેમ સાફ થઈ જાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ jainology | 117 આગમસાર (૭) સાધકોએ સદા આશાઓનો ત્યાગ કરવો જોઇએ. સાપ જેમ કાંચળીનો ત્યાગ કરે છે તેમ મમતા આદિનો ત્યાગ કરનાર દુઃખ શય્યાથી મુક્ત થઈ જાય છે. (૮) દુષ્કર સમુદ્ર સમાન સંસાર સાગરને મુનિ તરી જાય છે. (૯) બંધ–વિમોક્ષનું સ્વરૂપ જાણીને મુનિ મુક્ત થઈ જાય છે. (૧૦) જેમને આ લોક-પરલોકમાં કિંચિત્ પણ રાગ–ભાવનું બંધન નથી, તે સંસાર–પ્રપંચથી મુક્ત થઈ જાય છે. ઉપસંહાર :- લિપિ–કાળમાં થયેલા અનેક પ્રકારનાં ઠાણાંગ, સમવાયાંગ સૂત્ર સંબંધી સંપાદનોને લીધે ઐતિહાસિક ભ્રમપૂર્ણ કલ્પિત ઉલ્લેખોને કારણે અને અનેક ઇતિહાસકારોના વ્યક્તિગત ચિંતનના પ્રચારને લીધે આ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધના મૌલિક સ્વરૂપના વિષયમાં અનેક વિકલ્પો અને પ્રશ્નાર્થ છે પરંતુ કોઈપણ પ્રમાણ વિના માત્ર બૌદ્ધિક કલ્પનાઓને મહત્વ આપવામાં કોઈ જ લાભ નથી. સેંકડો વર્ષના લાંબાકાળમાં સંપાદન અથવા સ્વાર્થપૂર્ણ ઐચ્છિક પરિવર્તન– પરિવર્ધન સૂત્રોમાં સમયે—સમયે થયા છે પરંતુ તે માત્ર વિદ્વાનોને માટે મનનીય છે. સામાન્યજન તો આત્મસંયમના હિતકર વિષયોના અધ્યયનોથી ભરપૂર એવા આ શ્રુતસ્કંધનો શ્રદ્ધાપૂર્વક સ્વાધ્યાય કરે તે જ પૂરતું (શ્રેષ્ઠ) છે. । આચારાંગ સમાપ્ત ॥ (ન પર વઈજજાસિ અયં કુસીલે, જેણં ચ કુષ્પિજજ ન તં વઇજજા .) (દશ૦ અ૦ ૧૦) અર્થ :– કોઈપણ એક સાધકે અન્ય સાધક માટે, આ કે પેલો કુશીલવાન છે. અર્થાત્ સંયમભ્રષ્ટ કે શિથિલાચારી છે. એવું ભિક્ષુકે ન બોલવું જોઇએ. જે વચનો બોલવાથી કોઈને રોષ ભરાય તેવા કંઈ પણ વચન પ્રયોગ ભિક્ષુઓએ ન કરવા. (સોહી ઉજજુય ભૂયમ્સ, ધમ્મો સુદ્ધમ્સ ચિઠ્ઠઇ ) (ઉત્તરાધ્યયન સૂત્ર અ૦ ૩) અર્થ :- સરલતાથી પરિપૂર્ણ આત્માની શુદ્ધિ થાય છે માટે કપટ, હોશિયારી, (છલ) આદિ અવગુણોનો ત્યાગ કરીને સાફ અને સરળ હૃદયી બનીએ ત્યારે જ આત્મામાં ધર્મ ટકી શકે છે સૂત્રકૃતાંગ ધર્મ અને દર્શન બંને અલગ અલગ શબ્દ છે, બંનેના પોતાના વિષય, ક્ષેત્ર અને લક્ષ્ય અલગ-અલગ છે. ભારતીય દર્શનોમાં ભલે વૈદિક દર્શન (સાંખ્ય યોગ, વૈશેષિક, ન્યાય, મીમાંસા, વેદાન્ત) હોય કે અવૈદિક(જૈન, બૌદ્ધ, ચાર્વાક ) હોય, મુખ્ય પાંચ આધાર તત્ત્વ નજરે આવે છે. ૧. આત્માના સ્વરૂપની વિચારણા. ૨. ઈશ્વરના સ્વરુપ વિષયક ધારણા. ૩. જગત સ્વરૂપ (લોક સત્તા)ની વિચારણા. ૪. કર્મ સિધ્ધાંત અને કર્મફળ વિષે. ૫. તથા આ ઉપરના ચારેનો પરસ્પરમાં સંબંધ અને વ્યવહાર. આત્માના સુખ–દુ:ખનું ચિંતન આત્મ સ્વરૂપની વિચારણામાં અવશ્ય કરવામાં આવે છે. આત્મા સ્વતંત્ર છે કે પરતંત્ર આત્મા કોને આધીન છે ? ઈશ્વરને કે કર્મને ? તે આધીન કેમ છે ? શું તે હંમેશાં પરતન્ત્ર જ રહેશે ? કે સ્વતંત્ર અસ્તિત્વ પણ છે ? સ્વતંત્ર છે તો ક્યારે અને કેવી રીતે ? અસ્તિત્વનું સ્વરૂપ છે કે નિરાકાર ? જગતનું સ્વરૂપ કેવું છે ? લોક શું છે ? કેવો છે ? સંચાલન કર્તા કોણ છે ? વ્યવસ્થા કેવી રીતે ચાલે છે ? લોકનું અસ્તિત્વ ક્યાં સુધી છે ? ઈશ્વર અને લોક સત્તા, ઈશ્વર અને આત્મા, જીવ અને જગત એ સંબંધોની વિસ્તૃત ચર્ચા તેમજ વિચારણા દર્શનનું કાર્ય છે. દર્શન શાસ્ત્ર દ્વારા ચિંતન કરેલ, વિવેચન કરેલ તત્ત્વો પર આચરણ કરવું, પ્રયોગમાં લાવવું તે ધર્મનું ક્ષેત્ર છે. સુખ–દુ:ખના, મુક્તિના કારણોની ખોજ કરેલ વિષયો પર ચિંતન, મનન કરી દુઃખ મુક્તિ અને સુખ પ્રાપ્તિના ઉપાયો પર પ્રયત્ન કરવો તે ધર્મ નું ક્ષેત્ર છે. સૂત્ર પરિચય :- પ્રસ્તુત આગમનું નામ સૂત્રકૃતાંગ સૂત્ર છે. આ ગણધર રચિત્ત બીજું અંગશાસ્ત્ર છે. આ આગમમાં સ્વસમય(જૈન સિદ્ધાન્ત) અને પર સમય(અન્ય મતાવલંબીઓ દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતો)ની ચર્ચા વિચારણા,ખંડન અને પ્રસ્તુતિ કરવામાં આવી છે આ આગમના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધ પદ્યમય છે, તેમાં ૧૬ અધ્યયન છે, બીજા શ્રુતસ્કંધ માં ૭ અધ્યયન છે, જેમાં પાંચમું અને છઠ્ઠું અધ્યયન પદ્યમય છે, બાકી પાંચ અધ્યયન ગદ્યમય છે. પ્રથમ અધ્યયનમાં જુદી-જુદી માન્યતાઓની ચર્ચા છે. બાકી પંદર અધ્યયન સંયમ–તપની પ્રેરણા તેમજ સાધ્વાચારના વિષયની પ્રધાનતાવાળા છે. જેમાં પાંચમા અધ્યયનમાં નરકનું વર્ણન છે અને છઠ્ઠું અધ્યયન ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ રૂપ છે. બીજા શ્રુતસ્કંધ નાં સાત અધ્યયનોમાં એક–એક સ્વતંત્ર વિષયનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ સૂત્રના નામમાં કે અધ્યયનમાં કોઈ ઐતિહાસિક ભિન્નતા કે વિકલ્પ નથી. પ્રથમ શ્રુત સ્કન્ધ : પ્રથમ અધ્યયન- સમય. પ્રથમ ઉદ્દેશક ઃ (૧) સંસારમાં પરિગ્રહ(ધન–પરિવાર)નો સંગ્રહ તેમજ મમત્વ તથા પ્રાણીવધ (જીવ હિંસા)એ કર્મ બંધના ખાસ કારણો છે. તેને અશરણ ભૂત જાણી તેનો ત્યાગ કરવો જોઇએ. (૨) ૧. પાંચ મહાભૂત(પૃથ્વી આદિ)થી આત્માની ઉત્પત્તિ માનવા વાળા ૨. સંપૂર્ણ વિશ્વમાં એક જ આત્મા માનવા વાળા ૩. જીવ અને શરીરને એક જ માનવા વાળા ૪. આત્માને કર્મોનો અકર્તા માનવાવાળા ૫. આત્મા સહિત પાંચ ભૂતોને(કુલ છ તત્ત્વોને) માનવાવાળા ૬. ચાર ધાતુ જ(પૃથ્વી આદિ) માનવાવાળા. ૭. આત્માને ક્ષણિક માનવાવાળા; તે બધાજ એકાંતવાદી તેમજ મિથ્યાબુદ્ધિવાળા છે. અજ્ઞાનવશ કર્મ ઉપાર્જન કરી તે વિવિધ યોનિઓમાં જન્મ-મરણ કરે છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ બીજો ઉદ્દેશક : = (૧) નિયતિ વાદી સુખ–દુ:ખના કર્તા પોતાને કે અન્યને કોઈને પણ માનતા નથી પરંતુ કેવળ નિયતિથી જ બધું થાય છે તેવું માને છે. તેવું માનવા છતાં પણ તેઓ દુઃખ થી છૂટી શકતા નથી. (૨) અજ્ઞાનવાદી ભોળા મૃગ–સમાન છે. તેઓ ભ્રમ–જાળ માં ફસાઈ કર્મ બંધના ભાગી બની સંસાર ભ્રમણ કરે છે. (૩) વનમાં દિશા મૂઢ બનેલી વ્યક્તિ જે પ્રકારે પોતાનો કે અન્યનો માર્ગ નિશ્ચિત નથી કરી શકતી તથા અંધ વ્યક્તિ અંધાઓને માર્ગ પર નથી લાવી શકતી તેવીજ રીતે આ અજ્ઞાનવાદી ભટકતા રહે છે. 118 (૪) ‘ત્રણેય યોગ હોય તો જ કર્મ બંધ થાય છે’ અથવા ‘દ્વેષ ભાવ વિના કોઈને મારી નાખીને માંસ ખાવાથી પાપ બંધ થતો નથી’, તેવું કહેનાર મિથ્યાવાદી લોકો છિદ્રોવાળી નાવ સમાન સંસારમાં ડૂબી જાય છે. ત્રીજો ઉદ્દેશક :– (૧) જે સાધુ આધાકર્મી અને આધાકર્મીના અંશ માત્રથી પણ મિશ્રિત આહાર– પાણીનું સેવન કરનાર છે, તેઓ પાણીની બહાર પડેલી, પક્ષીઓ દ્વારા ખાવામાં આવતી માછલી સમાન ઘાતને પ્રાપ્ત કરે છે. તે બે પક્ષનું સેવન કરે છે, અર્થાત્ વેષથી સાધુ અને ગુણથી અસાધુ છે. (૨) દેવ, બ્રહ્મા, ઈશ્વર, સ્વયંભૂ દ્વારા જગતની રચના માનવાવાળા અથવા ઇંડાથી પૃથ્વી ઉત્પન્ન થઈ છે, તેવું માનવાવાળા, સંવર ધર્મને સમજી શકતા નથી. (૩) કેવળ ક્રીડાના હેતુથી અવતાર માનનાર પણ દોષપાત્ર છે. કારણકે એવું માનવાવાળા માટે પાપોનો ત્યાગ આવશ્યક નથી બનતો અને તેના પાપ સેવનથી દુ:ખની પરંપરા જ વધે છે. સાંખ્ય મત સાંખ્ય મતાવલંબીઓ પ્રકૃતિ, પુરુષ અને અહંકારને સંસારનું કારણ માને છે. અહંપણું(હું પણા)ને જ મોક્ષમાં બાધક તત્વ માને છે. પુરુષ(એટલે કે અશુધ્ધ આત્મા) પ્રકૃતિ(નિયતી)ને આધિન છે, અને બધુંજ પ્રકૃતિ(નિયતી) મુજબ થાય છે. અહંકારને છોડી દેવાથી અને પ્રભુને આધિન થઇ જવાથી કર્મોનો નાશ થાય છે, તથા નવા કર્મોનો બંધ અટકી જાય છે. અને પોતાને કર્તા માનવાથી કર્મોનો બંધ થાય છે. આ સાંખ્ય મતમાં લોકનું સ્વરુપ, આત્માનું સ્વરુપ, ઇશ્વવરનું સ્વરુપ વગેરેનું સ્પષ્ટ વર્ણન ન હોવાથી તેમાંનાં જ કોઇ સંપ્રદાયે જૈન આગમોમાંના આ તત્વોનું પ્રતિપાદન કર્યું (સ્વીકાર કર્યો). પરંતું પોતાના મુળભૂત સિધ્ધાંતો પ્રકૃતિ(નિયતી), પુરુષ(અશુધ્ધ આત્મા) અને અહંકાર(કતાપણું)ને અકબંધ રાખ્યા. જૈન ધર્મના બધાજ સિધ્ધાંતોનો સ્વીકાર કર્યા વિના તે સંપ્રદાય જૈન દર્શનનો અંગ કહી શકાતો નથી. તે સંગઠન દાદાના સંપ્રદાય તરીકે ઓળખાય છે. જૈન સિધ્ધાંતોનો આંશિક સ્વીકાર કર્યો હોવા છતાં, પોતાનો મિથ્યામત, વીપરીત માન્યતાઓ અને એકાંતીક નિયતિવાદ છોડયો ન હોવાથી તે સાંખ્યમતજ કહેવાશે. તેના અનુયાયીઓ પણ વૈષ્ણવ કુળનાંજ હોય છે. આ કોઇ નવો માર્ગ નથી, પણ નરસિંહ મહેતા અને મીંરાબાઇએ અનુસરેલો કૃષ્ણભકતિ માર્ગજ છે. ભગવદ ગીતા તેમના માટે પથદર્શક છે. કેટલાંક જૈન કુળમાં જન્મેલા પણ તે સાંખ્યમતને ન સમજી શકવાથી, પોતાને અલ્પજ્ઞાની અને તે મિથ્યા મતાવલંબીઓને આત્મજ્ઞાની માની તે મતને સમજવાનો શ્રમ કરી રહયા છે. અશ્રધ્ધાને કારણે તેઓ જૈનદર્શનને અને મોક્ષમાર્ગને પણ ગુમાવી બેઠા છે. ચોથો ઉદ્દેશક : : (૧) ઉપર કહેલા તે અન્યતીર્થિક લોકો ગૃહત્યાગ કરીને પણ અશરણભૂત સાવધ કૃત્યોનો ઉપદેશ આપે છે. આવું જાણી મુનિ હંમેશાં આરંભ અને પરિગ્રહ યુક્ત સાવધ કૃત્યોથી દૂર રહે તેમજ નિર્દોષ ભિક્ષા વૃત્તિથી જીવન વ્યતીત કરે. (૨) જ્ઞાન નો સાર જ એ છે કે સંસારના સમસ્ત ચર–અચર પ્રાણી પોતે જ દુઃખી છે,એવું જાણી તેમના પ્રત્યે મુનિ પૂર્ણ અહિંસક બને (૩) મુનિ સમસ્ત પદાર્થોના પ્રત્યે આસક્તિનો ત્યાગ કરે, જતનાપૂર્વક ચાલે, બેસે, સૂએ, ખાય, પીવે, બોલે, શાન, દર્શન અને ચારિત્રનું સંરક્ષણ કરે અને કષાયોને દૂર કરી મોહ રહિત બને. બીજો અધ્યયન– વૈતાલીય. પ્રથમ ઉદ્દેશક :– (૧) વીતી ગયેલ સમય ફરી આવતો નથી, તેમજ મનુષ્ય જીવન દુર્લભ છે, આયુષ્ય ક્ષણભંગુર છે, તેથી પરિવાર અને પરિગ્રહ તેમજ આરંભથી નિવૃત્ત બનો. તેને ભયકારી(દુઃખકારી) જાણો. (૨) જીવ સ્વયં કર્મ કરી અને તેના ફળને પ્રાપ્ત કરી દુઃખી થાય છે, છતાં પણ પોતાની હીન અવસ્થા કે ઊંચ અવસ્થામાં પણ તે જીવ મરવાનું ઇચ્છતો નથી. (૩) બહુશ્રુત જ્ઞાની અને સંયમી બનીને પણ જે કષાય ભાવોમાં લીન રહે છે, તે પણ તીવ્ર કર્મોથી દુઃખી થાય છે. નિરંતર માસખમણની તપસ્યા કરીને પણ કષાયોનો ત્યાગ ન કરે, તો તપસ્વી પણ વારંવાર જન્મ-મરણ કરે છે. (૪) દુ:ખ આવે ત્યારે તેવું વિચારે કે હું એક જ દુઃખી નથી, સંસારમાં અન્ય પ્રાણી પણ વિવિધ દુઃખોથી દુઃખી છે; તેવું વિચારી ધૈર્ય રાખી સહનશીલ બને. (૫) સ્થિર ચિત્તવાળા ધૈર્યવાનને કોઈપણ વ્યક્તિ કે પરિસ્થિતિ, સંયમ તેમજ આત્મશાંતિથી વિચલિત કરી શકતા નથી. બીજા ઉદ્દેશક :– Page #119 -------------------------------------------------------------------------- ________________ jainology | આગમસાર (૧) કોઈ પણ પ્રકારનું અભિમાન અને બીજાની નિંદા કલ્યાણકારી નથી પરંતુ બીજાઓને નીચે પાડવાની ભાવના કે તિરસ્કારની ભાવના અને નિંદાનો વ્યવહાર વ્યક્તિને મહાન સંસારમાં પરિભ્રમણ કરાવનાર છે. માટે મુનિ પર–નિન્દા અને પર–તિરસ્કારને પાપકારી જાણી ત્યાગી દે. 119 (૨) મુનિ પોતાના કષ્ટોને સહન કરે તેમજ બધાં પ્રાણીઓને આત્મવત્ સમજે. (૩) આ લોકમાં જેટલા પણ પૂજા—પ્રતિષ્ઠા કે, માન–સન્માન પ્રાપ્ત થાય, તેને મુનિ મહાન કીચડ સમાન સમજે. તેમાં ફૂલાઇ જવું તેની ઇચ્છા કરવી, તે આત્મા માટે સૂક્ષ્મ શલ્યરૂપ છે. (૪) યોગ્યતાની વૃદ્ધિ અને અભ્યાસ કરીને મુનિ એકત્વચર્ચા ધારણ કરે. વિશિષ્ટ સાધનાથી કર્મ ક્ષય કરે, પરીષહ ઉપસર્ગ સહે, પરંતુ ક્યાંય ભયભીત ન બને. (૫) ભિક્ષુ કલહ—ક્લેશ થી હંમેશાં દૂર રહે, કારણકે તેનાથી સંયમનો અત્યધિક નાશ થાય છે. (૬) ષટ્કાય રક્ષક સર્વજ્ઞ ભગવંતોના આ અનુત્તર ધર્મનો સ્વીકાર કરી, સ્વેચ્છાઓનો ત્યાગ કરી, ગુરુ આજ્ઞાનું પાલન કરીને, અનંત પ્રાણી આ સંસારથી પાર ઉતરી ગયા અર્થાત્ મુક્ત થઈ ગયા. ત્રીજો ઉદ્દેશક - (૧) સંયમ ધારણ ર્યા પછી જે ક્યાંય પણ મૂર્છિત થતાં નથી તે સંસારથી પાર થયેલા સમાન જ છે. (૨) જે રીતે વણિકો દ્વારા લાવવામાં આવેલ શ્રેષ્ઠ પદાર્થોની ભેટને આ લોકમાં રાજાઓ ધારણ કરે છે, તેમજ પ્રભુ દ્વારા પ્રદત્ત પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિભોજન વ્રતને મુનિ ધારણ કરે છે. (૩) મુનિ પોતાના આત્માને સદા સમ્યક અનુશાસિત રાખે, જેથી તે ક્યારેય પણ સંયમથી વ્યુત ન બની જાય. કારણ કે સંયમને છોડી દેનારા પાછળથી અત્યધિક પશ્ચાત્તાપ કે વિલાપ કરે છે. (૪) જીવન ક્ષણભંગુર છે તે સ્પષ્ટ હોવા છતાં પણ ઘણા જીવો વર્તમાનમાં જ તલ્લીન રહે છે, ભવિષ્યનો વિચાર કરતા નથી.તે અજ્ઞાની વળી એવું પણ બોલે છે કે પરલોક કોણે જોયો છે ? (૫) તે બાલ જીવો ધનને પોતાનું, તેમજ શરણભૂત માને છે પરંતુ જ્યારે આપત્તિ કે મોતના મુખમાં જાય છે ત્યારે વિલાપ કરતાં–કરતાં દુ:ખી બની એકલા જ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. (૬) મુનિ એવા અમૂલ્ય અવસરને જાણી આરંભ, પરિગ્રહ તેમજ કષાયોનો ત્યાગ કરી, મહાન સંસાર સમુદ્રને પાર કરીને મુક્ત થઈ જાય છે. ત્રીજો અધ્યયન– ઉપસર્ગ પરિક્ષા. પ્રથમ ઉદ્દેશક : (૧) ઘણા સાધક પોતાને શૂરવીર માને છે પરંતુ, ઠંડી, ગરમી, ભિક્ષા, અલાભ, આક્રોશ, મારપીટ, ડાંસ–મચ્છર આદિ પરિષહ ઉત્પન્ન થાય ત્યારે કે લોચ કરવાના સમયે કાયર બની વિષાદ પ્રાપ્ત કરે છે. ખરેખર મોક્ષાર્થી સાધકોએ સંગ્રામના મોરચે ઊભેલા હાથી સમાન બધા પરીષહ, ઉપસર્ગ ધૈર્યથી સહન કરવા જોઇએ. બીજો ઉદ્દેશક : (૧) પ્રતિકૂળ પરીષહોની અપેક્ષાએ અનુકૂળ પરીષહ સૂક્ષ્મ અને દુસ્તર હોય છે. તેથી ભિક્ષુ કોઈના પણ મોહના ચક્કરમાં ન ફસાય (૨) સ્ત્રી, પરિવાર અને પૂજા સત્કારનો સંગ મહાપાતાળ સમાન છે. મુનિ સદા તેનાથી સાવધાન રહે. (૩) રાજા આદિ ઋદ્ધિ સંપન્ન લોકોના આદર તેમજ નિમંત્રણથી પણ સદા સાવધાન રહે. ત્રીજો ઉદ્દેશક :– - (૧) સંગ્રામમાં ગયેલ કાયર પુરુષ છુપાવાનું સ્થાન કે ભાગવાનો માર્ગ હંમેશાં પહેલેથી જ જોઈ રાખે છે, તેવીજ રીતે સંયમમાં હીન પુરુષાર્થી વ્યક્તિ પોતાની આજીવિકાની વિદ્યા તેમજ નિવાસસ્થાનના સાધનો શોધી લે છે. (૨) ઘણા વીર સાધક શૂરવીર યોદ્ધાની જેમ મૃત્યુપર્યન્ત સંયમ વિમુખ થતા નથી. (૩) સેવા તેમજ સહયોગમાં મમત્વ ભાવ ન હોવો જોઇએ. ગૃહસ્થીની અપેક્ષા સાધુના સહયોગ–સેવા લેવા જ શ્રેયસ્કર છે. જે લોકો(અન્ય મતાવલંબી) સાધુઓના સેવા–સહયોગને મમત્વ કહે છે અને ગૃહસ્થો દ્વારા સાવધ સહયોગ લે છે, તેમનું કથન મહત્વહીન તેમજ મિથ્યાત્વથી અભિભૂત છે. (૪) ભિક્ષુ આત્મ સમાધિ રાખવા છતાં ગુણોનો વિકાસ કરે, કોઈના માટે કોઈ પણ અહિતકર કૃત્ય ન કરે અને ગ્લાન–બીમાર ભિક્ષુઓની રુચિ પૂર્વક સેવા કરે. ચોથો ઉદ્દેશક :– (૧) ઘણા લોકો ફક્ત (સચેત)જળ સેવનથી જ સિદ્ધિ માને છે. ઘણાં કેવળ બીજના સેવનથી, તો ઘણાં લીલી વનસ્પતિના સેવનમાં જ સિદ્ધિ માને છે, પરંતુ તે હિંસા આદિથી મુક્ત ન થવાના કારણે સંસારમાં ભ્રમણ કરે છે. (૨) ઘણાં કહે છે કે સુખ થી જ સુખ મળે છે. તેથી ખાઓ, પીઓ અને મોજ કરો. ભવિષ્ય માટે કટિબદ્ધ થઈ વર્તમાનનાં સુખોને છોડો નહીં. આવા લોકો ધન ગુમાવનાર જુગારીની જેમ અથવા લોહ વણિકની જેમ દુઃખી બની ભવિષ્યમાં આયુષ્ય અને યૌવનનો ક્ષય થવા પર વિલાપ કરે છે. તેથી એમ સમજવું જોઇએ કે ભવિષ્યનો તેમજ પરિણામનો વિચાર કરી યોગ્ય પરિવર્તન કરનાર જ સુખી થાય છે. (૩) સંયમ સાધક ક્યારેય પણ વર્તમાન સુખના ચક્કરમાં ન આવે. સ્ત્રીઓના સંયોગને વૈતરણી નદી સમાન સમજી તેનાથી પૂર્ણ સાવધાન રહે. હિંસા, જૂઠ, ચોરીનો પૂર્ણ ત્યાગ કરે તેમજ અગ્લાન ભાવથી સેવા–ધર્મનું પાલન કરે. Page #120 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 120 ચોથો અધ્યયન- સ્ત્રી પરિજ્ઞા. આ અધ્યયનમાં બે ઉદ્દેશક છે. સંપૂર્ણ અધ્યયનમાં સ્ત્રી પરીષહ જીતવાના તથા સ્ત્રી-સંસર્ગ નહીં કરવાના તેમજ સ્ત્રીઓથી સદા સાવધાન રહેવાનો, સ્ત્રીસંગના અનેક દુષ્પરિણામો બતાવીને, ઉપદેશ આપવામાં આવ્યો છે. માતા-પિતા અને ધન પરિવાર તેમજ સમસ્ત સુખનો ત્યાગ કરનાર અણગારોએ સદા સ્ત્રીઓથી વિરક્ત રહેવું જોઇએ. સ્નાન ન કરવું એ બ્રહ્મચર્ય સહાયક છે. તંદલ વૈચારિક પ્રકિર્ણક ગાથા ૧૪૩ થી ૧૫૧ માં પણ સ્ત્રીઓના દર્ગણોને વિસ્તારથી ગણાવવામાં આવ્યા છે. (તેનું કારણ : એ બહુપત્નીત્વની પ્રથા વાળો યુગ હતો. ગણિકાઓ સમાજની વચ્ચે નિવાસ કરતી હતી. રાજા અને શ્રીમંતો પણ ગણિકાઓમાં આસક્ત હતા. તેથી ઘણી સંપતિ અને વર્ચસ્વ તે ગણિકાઓનું રહેતું. સ્ત્રી સમાનતાનો યુગ ન હતો. સ્ત્રીની સાથે અન્યાય અને અપમાન કરાતો, લોક શંકાશીલ અને જુનવાણી હતા. આજે યુગ બદલાયો છતાં આ ઉપદેશનો મહત્વ ઓછો નથી થયો. સાધુને નગર નગર, ગામ ગામ વિચરણ હોવાથી અનેક પ્રકારનાં લોક સાથે સંપર્ક થાય છે. ગુરુ શિષ્યને નવવાડ બ્રમચર્ય પાળવા માટેની સાવધાની અને અતિ સાવચેતી રૂપે, ભયસ્થાનો સમજાવતાં આ ઉપદેશ આપે છે.) પાંચમો અધ્યયન- નરક વિભકિત. આમાં બે ઉદ્દેશક છે, તેમજ સંપૂર્ણ અધ્યયનમાં નરકમાં જવાના કારણો તેમજ નરકના દુઃખોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. અનયત્ર આજ પુસ્તકમાં વર્ણન હોવાથી અહિં નથી લીધું. અંતમાં કહેવામાં આવ્યું છે કે જીવ જેવા કર્મ કરે છે તે અનુસાર એકલો જ ફળ ભોગવે છે. તે જાણી ધીર, વીર પુરુષ હિંસા વગેરે પાપોનો ત્યાગ કરી એકત્વ તેમજ અપરિગ્રહ ભાવમાં રહે તથા સંસાર પ્રવાહમાં ન પડે. છઠ્ઠો અધ્યયન–વીર સ્તુતિ. આ અધ્યયનમાં ભગવાન મહાવીરનું સ્તુતિયુક્ત વર્ણન છે. (૧) પ્રભુ વીર આસુપ્રજ્ઞ, કુશળ, સર્વજ્ઞ અને સર્વદર્શી હતાં. (૨) તેમણે સમસ્ત લોકના ચર–અચર પ્રાણીઓને અને નિત્ય-અનિત્ય પદાર્થોને જાણી, દ્વીપ સમાન ત્રાણભૂત અહિંસા ધર્મ કહ્યો. (૩) તેઓ ગ્રંથાતીત, નિર્ભય તેમજ અનિયતવાસી હતા. દેવોમાં ઇન્દ્રની જેમ તેઓ, મનુષ્યોના ધર્મનેતા હતા. (૪) તેમની પ્રજ્ઞા સમુદ્ર સમાન અપાર હતી. તેઓ ઈન્દ્ર સમાન ધુતિમાન હતા. (૫) પ્રતિપૂર્ણ શક્તિ સંપન, સુદર્શન મેરુ સમાન શ્રેષ્ઠ તેમજ અનેક ગુણોના ધારક હતા. સૂર્ય સમાન પ્રકાશમાન હતા અર્થાત્ જ્ઞાન પ્રકાશદાતા હતા. (૬) તેઓએ અનુત્તર ધર્મની પ્રરૂપણા કરી, અનુત્તર પરમ શુક્લ ધ્યાન દ્વારા સંપૂર્ણ કર્મ ક્ષય કરી, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરી, પ્રભુ મહાવીર સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. (૭) ભગવાન નંદનવન સમાન શ્રેષ્ઠ આનંદકારી હતા. તારાઓમાં ચંદ્ર સમાન અને સુગંધમાં ચંદન સમાન ઉત્તમ હતા. (૮) સમુદ્રોમાં સ્વયંભૂરમણ સમુદ્ર, નાગોમાં ધરણેન્દ્ર, રસોમાં ઇક્ષરસ સમાન પ્રધાન તપસ્વી-મુનિ હતા. જેમ હાથીઓમાં ઐરાવત હાથી, પશુઓમાં સિંહ, પક્ષીઓમાં ગરૂડ સમાન તેઓ મોક્ષાર્થીઓમાં પ્રધાન હતા. (૯) પુષ્પોમાં કમળ, દાનમાં અભયદાન, તપમાં બ્રહ્મચર્યની સમાન લોકમાં ઉત્તમ હતા. સુધર્મા સભા અને લવસત્તમ દેવ સમાન સર્વશ્રેષ્ઠ હતા, પૃથ્વી સમાન સહનશીલ હતા. તેઓ આસક્તિ રહિત બની સંગ્રહ વૃત્તિ થી દૂર રહેતા હતા. (૧૦) ક્રોધ, માન, માયા, લોભ, આ ચારેય આધ્યાત્મ દોષોનું પ્રભુ એ વમન (સર્વથા ત્યાગ) કરી નાખ્યું હતું. અન્ય પાપોનું સેવન પણ તેઓ ક્યારેય કરતા નહોતાં અને કરાવતા નહોતા. (૧૧) સ્ત્રી તેમજ રાત્રિભોજનનું પૂર્ણ વર્જન(ત્યાગ) કરતા થકા તેઓ દુઃખના મૂળભૂત કર્મોનો ક્ષય કરવાના હેતુ થી વિકટ તપ કરતા હતા. (૧૨) આવા અરિહંત ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ શુદ્ધ ધર્મ પર શ્રદ્ધા કરીને તે અનુસાર આચરણ કરનાર પરમપદ ને પ્રાપ્ત કરશે. સાતમો અધ્યયન- કુશીલ પરિભાષા. (૧) પૃથ્વી આદિ સ્થાવર પ્રાણી તેમજ અંડજ, રસજ આદિ ત્રસ પ્રાણીઓની હિંસા કરનાર દૂર વ્યક્તિ તેવી જ યોનિઓમાં ભ્રમણ કરતી રહે છે. (૨) માતા-પિતા, ધન અને પરિવાર આદિનો ત્યાગ કર્યા પછી પણ જેઓ સુખ માટે મહાશસ્ત્ર ભૂત અગ્નિનો આરંભ કરે છે તે વારંવાર ગર્ભધારણ કરે છે. (૩) ઘણા અજ્ઞાની માત્ર મીઠાના ત્યાગથી કે માત્ર પાણીના ઉપભોગ, પરિભોગ તેમજ શુદ્ધિથી મોક્ષ મળવાનું કથન કરે છે પરંતુ તેઓ મધ, માંસ, લસણ વગેરે ખાઈને સંસાર વૃદ્ધિ જ કરે છે. (૪) પ્રાતઃ સ્નાન અથવા જળ સ્પર્શથી મુક્તિ થતી હોય તો બધાંજ જળચર પ્રાણીઓને મોક્ષ મળી જાય. એમ તો વિના પુરુષાર્થે ઇચ્છા માત્રથી બધાંની મુક્તિ થઈ જાય અને જળચર જીવોનો ઘાત કરનાર પાપીને પણ સહજ રીતે જ મોક્ષ મળી જાય પરંતુ એવું કંઈ સંભવ નથી. તેથી આ બધું જ અસત્ય પ્રરૂપણ અને અસત્ય પ્રલાપ છે. (૫) કેટલાક લોકો અગ્નિના સ્પર્શથી મુક્તિની કલ્પના કરે છે, પરંતુ જો એવું હોય તો કુંભાર, લુહાર, સુવર્ણકારોને સહજ રીતે જ મુક્તિ મળી જાય. એમતો ધર્મ, પુરુષાર્થ અને સન્યાસ ગ્રહણ આદિ બધાં ક્રિયા કલાપ વ્યર્થ સિદ્ધ થશે, માટે આ અપરીક્ષિત અને મિથ્યા સિદ્ધાંત છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ jainology 121 આગમસાર (૬) મુમુક્ષુ સંયમી સાધકોએ બીજ, લીલોતરી, જળ, અગ્નિ, કંદ મૂળ આદિના નાશને કર્મબંધ કરાવનાર જાણી તેનું સેવન ન કરતાં; સ્નાનાદિ વિભૂષા કર્મ અને સ્ત્રી આદિ થી દૂર જ રહેવું જોઈએ. (૭) સંયમ ધારણ કરીને પણ જે સ્નાન, વિભૂષા, સ્વાદિષ્ટ આહારમાં આસક્તિ રાખે છે, આહાર આદિ માટે દીનતા ધારણ કરે છે, તે કુશીલ પાર્વસ્થ થઈને સંયમને નિસ્સાર કરી દે છે. (૮) તેથી સાધકોએ સંયમ યાત્રાના નિર્વાહ હેતુ અજ્ઞાત ભિક્ષા દ્વારા દોષ રહિત આહાર પ્રાપ્ત કરી, ઇન્દ્રિય વિષયોમાં આસક્ત ન - સત્કારની ચાહનાં ન કરતાં સંપૂર્ણપણે કર્મબંધના કારણોથી અલગ થઈ, કાષ્ઠ- ફલક સમાન બની કષ્ટો ને સહન કરવા જોઈએ. આ પ્રકારે આરાધના કરનાર શ્રમણ કર્મક્ષય કરી સંસાર ભ્રમણથી મુક્ત બની જાય છે. આઠમો અધ્યયન- વીર્ય. (૧) વીર્ય બે પ્રકારના હોય છે- ૧. કર્મ વિર્ય ૨. અકર્મ વીર્ય. તેને જ ક્રમશઃ બાલ વીર્ય અને પંડિતવીર્ય કહેવામાં આવે છે. પ્રમાદની પ્રવૃત્તિ કર્મવીર્ય(બાલવીય) છે અને અપ્રમાદ ની પ્રવૃત્તિ અકર્મ વીર્ય(પંડિતવીય) છે. (૨) કર્મ વીર્ય – પ્રાણ વધ કરનારી શસ્ત્રોની શિક્ષા, હિંસક મંત્રોનું અધ્યયન, કામ-ભોગ, છેદન-ભેદન કે આરંભ-સમારંભ; આ સમસ્ત પ્રવૃત્તિઓ દ્વારા રાગ-દ્વેષ માં લીન પ્રાણી પાપ કર્મોનો બંધ કરે છે. માટે આ પ્રવૃત્તિઓ સકર્મ વીર્ય છે. (૩) અકર્મ વીર્ય – સ્વયં બોધ પામી અથવા અન્યથી પ્રબુદ્ધ બની, સંપૂર્ણ સ્નેહ બંધનોનો ત્યાગ કરી સંયમ સ્વીકાર કરવો, પાપોનો. નિરોધ કરવો, સંસારના સમસ્ત શુભ-અશુભ સંયોગોને અસ્થિર સમજી, આસક્તિ અને રાગ દ્વેષ થી મુક્ત થવું. (૪) આયુષ્ય નો અંત જાણી, આત્મા ને શિક્ષિત કરી સંલેખના કરવી. (૫) સાધકોએ કાચબા ની જેમ ઇન્દ્રિયોને ગોપવવી અને હિંસા, અસત્ય, અદત્તનો ત્રણ કરણ, ત્રણ યોગથી ત્યાગ કરી આત્મ ગુપ્ત, જિતેન્દ્રિય બનવું. (૬) સમત્વદર્શી થવું, તપથી યશની આકાંક્ષા ન કરતાં ગુપ્ત તપસ્યા કરવી. ખાવા, પીવા, બોલવા વગેરેનું મર્યાદિત કરવું. આ પ્રકારે ક્ષાંત, દાંત, ઉપશાંત, નિસ્પૃહ સાધના તથા ધ્યાન તેમજ યોગનું સમાચરણ કરી, કાયાના મમત્વનો સંપૂર્ણ ત્યાગ કરી, કષ્ટ સહિષ્ણુતા ધારણ કરી, કર્મોથી મુક્ત થવું; એ અકર્મવીર્ય છે. નવમો અધ્યયન- ધર્મ. (૧) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ, ખેડૂત, વણિક, ભિક્ષાચર વિગેરે જે કોઈપણ આરંભ, સમારંભમાં તેમજ કામભોગમાં અને પરિગ્રહમાં સંલગ્ન છે, તેઓ દુઃખથી છુટી શકતા નથી. (૨) પારિવારિક લોકો પણ કર્મોથી ઉત્પન્ન દુ:ખમાં ત્રાણ શરણભૂત થતાં નથી, પરંતુ મરણ પછી તે લોકો જ શરીરને બાળી, (એક કરેલ)ધનના સ્વામી બને છે. (૩) આ જાણી ભિક્ષુ, ધન, પુત્ર, પરિવારનો ત્યાગ કરી, મમત્વ તેમજ અહંકાર રહિત બની, જિન આજ્ઞા અનુસાર સંયમ આરાધના કરે (૪) હિંસા તથા ક્રોધનો સર્વથા ત્યાગ કરે. (૫) ધોવું, રંગવું, બસ્તીકર્મ(એનિમા), વિરેચન, ઉલટી, અંજન, સુગંધી પદાર્થ, માળા, સ્નાન, દંતધાવન, તેલ આદિ સંયમ નાશક કાર્ય છે, તેનો ત્યાગ કરે. (૬) પરિગ્રહ સંગ્રહ વૃત્તિ) તેમજ સ્ત્રી કર્મ(સ્ત્રી સહવાસ)નો ત્યાગ કરે.(૭) દેશિક વગેરે એષણા દોષોનો ત્યાગ કરે. (૮) રસાયણ–ભસ્મોનું સેવન, શબ્દાદિમાં આસક્તિ, અંગ-ઉપાંગોનું ધોવું, માલિશ, શય્યાતર પિંડ, અષ્ટાપદ, શતરંજ આદિ ખેલ, પગરખાં, છત્ર આદિનો ત્યાગ કરે. (૯) મુનિ ગૃહસ્થના કાર્યો, અને તેનો પ્રત્યુપકાર તથા જ્યોતિષ પ્રશ્નોત્તર ન કરે તેમજ અન્ય પરસ્પરની ક્રિયાનો પણ ત્યાગ કરે. (૧૦) લીલી વનસ્પતિ તેમજ અન્ય ત્રસ જીવ યુક્ત કે સચેત પૃથ્વી પર મળ-મૂત્ર ન કરે તેમજ ત્યાં પાણી આદિથી શરીરની શુદ્ધિ પણ ન કરે. (૧૧) મુનિ ગૃહસ્થના વસ્ત્ર, પાત્ર, પલંગ વગેરેનો ઉપયોગ ન કરે, તેમજ યશ, કીર્તિ, શ્લાઘા, વંદન, પૂજન વગેરે ઈચ્છાઓનો ત્યાગ કરે.(૧૨) અસત્ય તેમજ મિશ્રભાષા તથા મર્મકારી, કર્કશ વગેરે અમનોજ્ઞ ભાષાનો સર્વથા ત્યાગ કરે. (૧૩) કુશીલ આચરણવાળાનો સંસર્ગ ન કરવો, અકારણ ગૃહસ્થના ઘરમાં ન બેસવું તેમજ મનગમતા પદાર્થોમાં આસક્ત ન બનવું (૧૪) મુનિ અનુકૂળતામાં આસક્તિ કે પ્રતિકૂળ કષ્ટ ઉપસર્ગોમાં દ્વેષ ન કરતાં, માન, માયા, તેમજ અભિમાનનો ત્યાગ કરી, મોક્ષ પ્રાપ્તિની સાધના કરે. દશમો અધ્યયન- સમાધિ. (૧) તીર્થકર ભાષિત સંયમ ધર્મને પ્રાપ્ત કરી ભિક્ષુ, સમસ્ત પ્રાણીઓની રક્ષા કરતાં સંયમ યોગ્ય ક્ષેત્રોમાં અપ્રતિજ્ઞ થઈને તેમજ સરળ બનીને વિચરણ કરે; સંગ્રહ વૃત્તિ ન કરે તથા સમસ્ત રાગ–બંધનોથી મુક્ત બની ઇન્દ્રિય વિષયોથી સદા દૂર રહે. (૨) સંસારના સમસ્ત પ્રાણીઓ જુદા-જુદા પાપોમાં જોડાયેલ છે. ઘણા સાધુઓ પણ પાપ કરતા હોય છે, પરંતુ સમાધિ અને આત્મશાંતિની ઇચ્છા રાખનાર ભિક્ષુ સ્થિરાત્મા થઈ હિંસા આદિ પાપોથી અળગાજ રહે અને બધાં પ્રાણીને પોતાના આત્મા સમાન જુએ (૩) મુનિ સમજી વિચારીને, હિંસા આદિ ની પ્રેરણા ન થાય, તેવી ભાષા બોલે. (૪) મુનિ આધાકર્મી આહાર-પાણીની, સ્ત્રીની અને પરિગ્રહની ઇચ્છા પણ ન કરે અને તેવું કરનારની સાથે પણ ન રહે. સંયમ સમાધિ માટે જરૂરી થવા પર મુનિ એકલા જ રહેતાં, સત્યનિષ્ઠ તેમજ તપમાં લીન રહી સંયમની આરાધના કરે એવું કરવાથી પણ મોક્ષ થઈ શકે છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 122 (૫) ભિક્ષુ હર્ષ-શોકના ભાવોનો ત્યાગ કરી, બધા પરીષહોને જીતે અને કર્મોનો નાશ કરે. આ પ્રકારે ઉપર મુજબના આચરણો દ્વારા નિઃસંદેહપણે સમાધિ પ્રાપ્ત થાય છે. (૬) આ લોકમાં ઘણા જુદા-જુદા અભિપ્રાયો અને માન્યતાવાળા લોકો રહે છે. તેનાથી દૂર જ રહેવું જોઇએ. તેવા લોકો સમાધિનો ફક્ત દેખાવ જ કરતા હોય છે પરંતુ સંયમ તપમાં પુરુષાર્થ કરી આત્મ નિગ્રહ કરતા નથી, તેથી તેઓ અંતમાં બહુજ અસમાધિ, અશાંતિ તેમજ ભવભ્રમણ ને પ્રાપ્ત કરે છે. (૭) હિંસા, જૂઠ વગેરે અઢાર પ્રકારના પાપોથી જ બધા પ્રકારના દુઃખ ઉત્પન્ન થાય છે. જ્ઞાની તેનો ત્યાગ કરી હંમેશાં શુદ્ધ સંયમમાં લીન રહે. ઇચ્છા અને આસક્તિની પકડમાંથી છૂટી, શરીરના મમત્વનો ત્યાગ કરી, જીવન-મરણની ઇચ્છા થી મુક્ત બની જાય. આ પ્રકારે આત્મ સમાધિને પ્રાપ્ત કરી ભિક્ષુ સંસાર ચક્રથી મુક્ત બની જાય છે. અગિયારમો અધ્યયન માર્ગ (૧) કોઈ પણ જીવને દુઃખ ન દેવું, કોઈના પ્રત્યે વિપરીત આચરણ ન કરવું, વિરોધ ભાવ ન રાખવો, જગતના બધાં જ પ્રાણીને દુઃખથી પીડિત જાણી, દુઃખથી આક્રંદ કરતા જાણીને અત્યન્ત અનુકંપા ભાવ રાખવો, તે અહિંસા ભાવ છે અને તે જ જ્ઞાનનો સાર છે (૨) અહિંસા ભાવની સુરક્ષા માટે જ એષણાના ઔદેશિક, પૂતિકર્મ વગેરે દોષ થી રહિત આહારની ગવેષણા કરવી જોઇએ. (૩) અહિંસાના સંપૂર્ણ પાલનમાં ભાષાનો વિવેક પણ જરૂરી છે. સૂક્ષ્મ દષ્ટિએ ભિક્ષુ જ્યાં દયા, દાનના ભાવોની પ્રવૃત્તિમાં હિંસાનો સંભવ હોય છે, એવા મિશ્ર પ્રસંગોમાં કંઈપણ એકાંત પ્રરૂપણ, કથન કે પ્રેરણા ન કરે, પરંતુ મૌન રહે અને માધ્યસ્થ ભાવોમાં રહેતા મુનિએ કોઈપણ પ્રકારના આગ્રહમાં પડવું નહીં. (૪) દાન આદિમાં ઘણા જીવોની હિંસા પણ થતી હોય છે અને ઘણાં જીવોને શાતા પણ મળતી હોય છે. આવી પ્રવૃત્તિઓ ન કરવાની સલાહ દેવાથી અંતરાય દોષ લાગે છે અને પ્રેરણા દેવાથી હિંસાનો દોષ લાગે છે. તેથી સાધુએ ભાષા તેમજ ભાવોનો વધુમાં વધુ વિવેક રાખવો જોઇએ. (૫) આ પ્રકારે અહિંસાનું પાલન કરનાર એષણાનો તેમજ ભાષાનો વિવેક રાખનાર તથા તપનું આચરણ કરનાર, તેમજ કષાયનો. ત્યાગ કરનાર, મહા પ્રજ્ઞાવાન મુનિ મોક્ષમાર્ગની આરાધના કરે છે. બારમો અધ્યયન- સમવસરણ. (૧) ભૂમંડલમાં ચાર મુખ્ય ધર્મવાદ હોય છે– ૧. ક્રિયાથી મોક્ષ ૨. અક્રિયા થી મોક્ષ ૩. અજ્ઞાનથી મોક્ષ ૪. વિનય થી મોક્ષ. આ સર્વે એકાંતવાદ હોવાથી મિથ્યા છે. (૨) વાસ્તવમાં અનાદિથી આચરણમાં ગુંથાઈ ગયેલ પાપના ત્યાગ માટે ધર્મક્રિયા જરૂરી છે. પૂર્ણ આશ્રવ(કર્મ બંધ) રહિત થવા માટે છેલ્લે તો યોગોથી અક્રિય પણ થવું જરૂરી છે. વિનય તો સાધનાનો પ્રાણભૂત આવશ્યક ગુણ છે, તેથી આ ત્રણેય સાપેક્ષ છે. અજ્ઞાનવાદ તો “આંધળાનો નાવિક આંધળો' એ ઉક્તિને ચરિતાર્થ કરવા સમાન છે. (૩) કેટલાક તો અષ્ટાંગ નિમિત્તનું અધ્યયન કરી લોકોને ભવિષ્ય બતાવે છે. આ નિમિત્તોની આગાહી ઘણીવાર સાચી પડે છે તો. ઘણીવાર ખોટી પણ પડે છે, તેથી મુનિ તેનાથી દૂર રહે. (૪) સંસારમાં જીવમાત્ર પોતાના જ કરેલ કર્મોના ઉદયમાં આવવાથી દુઃખી થાય છે, આ કર્મોની શાંતિ પાપકાર્યો કરવાથી થતી નથી પરંતુ સંતોષ ધારણ કરી તેમજ લોક સ્વરૂપ જાણી, જીવોને આત્મવત્ (પોતાના જેવા જ) સમજી, હિંસા અને પરિગ્રહનો ત્યાગ કરવો. એજ શાંતિદાયક છે. (૫) જે આત્મ સ્વરૂપને સમજી લે છે, સાથે-સાથે લોકઅલોક, ગતિ–આગતિને, શાશ્વત-અશાશ્વત તત્ત્વોને, આશ્રવ–સંવર તત્ત્વને, દુઃખ અને નિર્જરાના સ્વરૂપ ને સમજી લે છે, તે જ મોક્ષમાર્ગનું અન્યને કથન કરી શકે છે. (૬) શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શમાં આસક્તિ કે દ્વેષભાવનો ત્યાગ કરનાર સંસાર ચક્રથી છૂટી જાય છે. તેરમો અધ્યયન- યથા તથ્ય. (૧) સદ આચરણ વાળાને શાંતિ અને અસદ આચરણ વાળાને અશાંતિ પ્રાપ્ત થાય છે. (૨) સંયમ ધારણ કરીને પણ ઘણા સાધક અનુશાસકથી વિપરીત બુદ્ધિ રાખે છે, કઠોર ભાષણ કરે છે, ક્રોધ કરે છે, પૂછવા પર કપટ યુક્ત બોલે છે, ક્લેશ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરે છે, તેઓ ગુણો માટે અપાત્ર હોય છે અને પગદંડી ગ્રહણ કરનાર આંધળા સમાન ભટકી–ભટકીને અનંત ઘાતને પ્રાપ્ત કરે છે એટલે ભવભ્રમણ વધારે છે. (૩) જે ગુરુ સાંનિધ્યમાં રહીને તેમના કઠોર, અનુશાસનમાં પણ ચિત્તવૃત્તિને શુદ્ધ રાખે છે, મૃદુભાષી, અમાયાચારી, ચતુર, વિવેકી હોય છે તે અશાંતિ અસમાધિથી દૂર રહે છે. (૪) જે પોતાની જાતને જ “સર્વ માને છે, તેવા અહંકારમાં રાચે છે, અન્યનો તિરસ્કાર કરે છે અને બીજાની ગણના માત્ર પણ કરતા નથી; તેવા માની (માન કષાયવાળા) સંયમમાં સ્થિર રહી શકતા નથી. (૫) જ્ઞાન અને ચારિત્ર સિવાય અન્ય, ઘમંડ આદિ અવગુણ કોઈ પણ જીવને શરણભૂત બનતા નથી. તેથી ભિક્ષુ અકિંચન બનીને રહે, ગર્વ, માન, પ્રશંસાથી મુક્ત બને. સુસાધુ અને મૃદૃભાષી બને. કોઈની અવહેલના–નિંદા ન કરે. પોતાની પ્રજ્ઞા, તપ, ગોત્ર વગેરેનો મદ ન કરે. તેવું કરવાથી તે ઉચ્ચ અગોત્રગતિને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે. (૬) મુનિ ક્યારેક અનેકની સાથે રહે અને ક્યારેક એકલો બની જાય તો પણ હર્ષ-શોક ન કરે. એકાંતમાં મૌન રહે અને એવો વિચાર કરે કે જીવ એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ jainology 123 આગમસાર (૭) પૂજા-શ્લાઘા આદિની ઇચ્છાથી કોઈનું પ્રિય અને કોઈનું અપ્રિય ન કરે. તેને અનર્થનું કારણ સમજી ત્યાગી દે. - ચૌદમો અધ્યયન-ગ્રંથ. (૧) ધન-પરિવાર રૂપી બાહ્ય ગ્રંથી–સાધનોનો ત્યાગ કરી, મુનિ સંયમની શિક્ષા પ્રાપ્ત કરતાં-કરતાં બ્રહ્મચર્યમાં સારી રીતે સ્થિર બને તથા પ્રમાદનો ત્યાગ કરીને વિનય ભાવથી ગુરુ આજ્ઞા શિરોધાર્ય કરે. (૨) પાંખ પરિપક્વ ન થાય ત્યાં સુધી પક્ષીએ પોતાનું સ્થાન ન છોડવું જોઈએ, તેવી જ રીતે સાધુએ તેની શૈક્ષ અવસ્થા (ત્રણવર્ષ) સુધી એટલે કે સંયમમાં પરિપક્વ થયા પહેલાં ગુરુકુળ વાસમાં જ રહેવું જોઇએ. (૩) નવદીક્ષિત મુનિ પરિપક્વ થવા માટે આ પ્રમાણેના ગુણોની વૃદ્ધિ કરે– ૧. ગુરુકુળમાં રહેતાં થકાં સમાધિની ઈચ્છા રાખે, કારણકે જે પ્રારંભમાં ગુરુકુળવાસ નથી કરતા, તે કર્મોનો અંત કરનાર બની શકતા નથી. તેથી ગુરુકુળ વાસની બહાર ન નીકળે. તેનું કારણ એ જ છે કે શરૂઆતની શિક્ષા-દીક્ષા, અભ્યાસ વગેરે યોગ્ય ગુરુના સાંનિધ્યમાં થવાથીજ સુંદર તેમજ સફળ જીવનનું નિર્માણ થાય છે. ૨. ઊભા રહેવાનો, બેસવાનો, સૂવા વગેરે નો વિવેક; સમિતિ-ગુપ્તિઓનો યથાર્થ અભ્યાસ, અત્યંત અમનોજ્ઞ શબ્દોમાં પણ સમતા ભાવ, અનાશ્રવ પરિણામ, નિદ્રા-પ્રમાદની અલ્પતા; નાના-મોટા રત્નાધિક, તેમજ સરખી ઉમર ની વ્યક્તિ દ્વારા ભૂલ બતાવવામાં આવે કે ઉપાલંભ આપવામાં આવે તો તેના પર શુભ પરિણામો રાખવાનો અભ્યાસ કરવો. ૩. ભિક્ષુની કોઈ પણ ભૂલ પ્રત્યે ગૃહસ્થ કે દાસ-દાસી આદિ સાવધાન કરે તો તેનો પ્રસન્ન ચિત્તે સ્વીકાર કરવો, તેમનો તિરસ્કાર ન કરવો પરંતુ ઉપકારી સમજી આદર આપવો. ૪. રાહગીર અંધકારમાં માર્ગ જોઈ શકતો નથી, અને પ્રકાશમાં સ્પષ્ટ જોઈ શકે છે, તેવી જ રીતે અર્ધશિક્ષિત નવદિક્ષિત પણ ગુરુના સાંનિધ્યે, જિનમત માં પારંગત બન્યા બાદ સ્વયં નિર્ણાયક બની શકે છે. ૫. ગુરુ સાંનિધ્યમાં નિવાસ કરનાર સાધક, ઉત્તમ સાધુનો આચાર અને જીવ આદિ મોક્ષ પર્વતનાં નવ તત્ત્વો ને જાણી બુદ્ધિમાન વક્તા બની જાય છે. તે સંયમ પ્રાપ્ત કરી, શુદ્ધ આચાર અને શુદ્ધ આહાર દ્વારા મોક્ષ પ્રાપ્ત કરે છે. (૬) આવા સાધક બીજાને સમ્યક ઉપદેશ દ્વારા ધર્મમાં જોડતાં થકાં શંકાઓનું સમ્યક સમાધાન કરી, તેને ધર્મમાં સ્થિર કરે છે. (૭) આ પ્રકારે ધર્મ આરાધના તેમજ ધર્મ પ્રભાવના કરતાં કરતાં પણ સાધકનીચેની વાતોનું ધ્યાન રાખે. ૧. ક્યાંય પણ સ્વાર્થવશ સૂત્ર સિદ્ધાંતના વાસ્તવિક ૧૨. સત્ય તેમજ વ્યવહાર ભાષાનો પ્રયોગ કરે, અર્થને છપાવે નહિ. ગરીબ-અમીરને સમભાવથી અને રુચિપૂર્વક ધર્મ કહે. ૨. તેવું અભિમાન પણ ન કરે કે હું બહુ મોટો વિદ્વાન, ૧૩. ધર્મ તત્ત્વોનો કે પ્રેરણાનો ઉલ્ટો મતલબ સમજનારને તપસ્વી અને ક્રિયાકાંડી છું. પણ મધુર શબ્દોથી દષ્ટાંત દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરે. ૩. કોઈ શ્રોતા સમજે નહિ તો તેની ઠેકડી ઉડાવે નહિ પરંતુ ખીજાઈને અનાદર કરતાં થકાં વચનો દ્વારા તેને ઠેસ ન અને કોઈના પર ખુશ થઈને આશીર્વાદ પણ ન દે. પહોંચાડે. ૪. વિદ્યા મંત્રનો પ્રયોગ ન કરે. ૧૪. પ્રશ્નકર્તા ની ભાષાની મજાક ન ઉડાવે, વ્યંગ ન કરે. ૫. જનતા પાસેથી કોઈ પણ પ્રકારની ભેટ-સોગાદની ૧૫. નાની એવી વાતને શબ્દોના આડંબર વડે મોટી ન બનાવે. આશા ન રાખે, પરંતુ જરૂરી પદાર્થો ને ભિક્ષા સમયે ૧૬. થોડું કહેવાથી જે વાત શ્રોતાની સમજમાં ન આવે તેવી નિર્દોષ વિધિથી ગ્રહણ કરે. હોય તેને વિસ્તાર થી સમજાવે. ૬. હાસ્ય-મજાક ન કરે. ૧૭. ગુરુ પાસેથી સુત્રોનો યથાર્થ અર્થ પ્રાપ્ત કરે અને તે ૭. સાવધ(જેમાં હિંસાદિ દોષ હોય) પ્રવૃત્તિઓની અનુસાર જ સૂત્રોની વ્યાખ્યા કરે. પ્રેરણા ન આપે. ૧૮. અલ્પભાષી બને. ૮. કોઈને કઠોર-કડવા વચન ન કહે. ૧૯. સમ્યકત્વની સુરક્ષા કરવાનું સમજે અને સમજાવે. ૯. પૂજા-સત્કાર મળે તો અભિમાન ન કરે. ૨૦. શિક્ષા દાતા તેમજ ગુરુ જનોની સેવા ભક્તિ કરે તથા ૧૦. પોતે પોતાની પ્રશંસા ન કરે. ભાષા તેમજ ભાવોથી તેમના પ્રત્યે આદર રાખે. ૧૧. વ્યાખ્યાન વાણી આદિમાં વિનમ્ર બની સ્યાદ્વાદમય વચન બોલે. (૮) આ પ્રકારે શુદ્ધ અધ્યયન, વ્યાખ્યા, પ્રરૂપણા, તપશ્ચર્યા કરનાર ઉત્સર્ગધર્મની જગ્યાએ ઉત્સર્ગ, અપવાદધર્મની જગ્યાએ અપવાદ ધર્મનો સ્વીકાર કરનાર, વિના વિચાર્યું કાર્ય ન કરનાર સાધુ “અદેય વચન વાળા બને છે, તેમજ તે સર્વજ્ઞોક્ત સમાધિની વ્યાખ્યા કરી શકે છે અને તે સર્વજ્ઞોક્ત(સર્વજ્ઞ પ્રભુની બતાવેલી) સમાધિને પ્રાપ્ત કરી શકે છે. પંદરમો અધ્યયન- યમકીય. જમપ્રતીકં. આ અધ્યયનમાં પૂર્વના વિષયોને તેમજ ગાથાના અંતિમ શબ્દ ને પ્રાયઃ સંબંધિત કરતાં પુનરુચ્ચારણ કરીને વર્ણન કરેલ છે. અર્થાત્ આ અધ્યયનની ઘણી ગાથાઓમાં વિલક્ષણ અલંકારિક રચના શૈલીનો પ્રયોગ છે. (૧)બધા તીર્થકરોએ સર્વપ્રથમ દર્શનાવરણીય(સમ્યગુદર્શનને આવરિત કરનાર દર્શન મોહ) કર્મનો ક્ષય કરવાનું જરૂરી માન્યું છે. (૨) તેના ક્ષય થી સંદેહ નષ્ટ થઈ જાય છે. (૩) સંદેહ રહિત સાધકને અનુપમ જ્ઞાન થાય છે. (૪) અનુપમ જ્ઞાતા તેમજ આખ્યાતા સાધક જ્યાં-ત્યાં ભટકતા નથી. (૫) આગમોમાં જ્યાં-ત્યાં સત્ય તત્ત્વોનું કથન છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ (૬) સત્ય—સંયમ થી સંપન્ન વ્યક્તિ બધાં પ્રાણીઓ સાથે મૈત્રીભાવ રાખે છે. (૭) પ્રાણીઓ સાથે વેર–વિરોધભાવ ન કરવો એ તીર્થંકર ભાષિત ધર્મ છે. 124 (૮) તીર્થંકર ભાષિત ધર્મ દ્વારા જગતના સ્વરૂપને જાણીને સંયમ જીવન માટે સમાધિકારક ભાવના ભાવે. (૯) ભાવના યોગ થી વિશુદ્ધ આત્મા, જે રીતે જળમાં નૌકા પાર થઈ જાય છે તે પ્રમાણે દુઃખો થી છૂટી જાય છે. (૧૦) પાપ કર્મોથી છૂટી જવાથી જીવ નવા કર્મ બાંધતો નથી. (૧૧) નવા કર્મના અભાવથી જન્મ-મરણ થતાં નથી. આ પ્રકારે સંબંધ જોડતાં ગાથા ઉચ્ચારણ પૂર્વક અન્ય ઘણા વર્ણનો છે. (૧૨) જે સ્ત્રીઓનું સેવન નથી કરતા તે જલદીથી મોક્ષગામી બને છે. (૧૩) આ મનુષ્ય જીવનરૂપી અવસર મળવો દુર્લભ છે અને તેમાં જ ધર્મની(સંયમ ધર્મની) આરાધના કરી શકાય છે. આ અવસર ગુમાવ્યા પછી ફરી જન્મ-જન્માંતર સુધી બોધિ એટલે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થવું પણ દુર્લભ છે. (૧૪) પંડિત પુરુષ ઉત્તમ અવસર તેમજ સંયમ પ્રાપ્ત કરી કર્મોને ધોઈ નાખે છે અને અંતમાં સંસાર સાગર તરી જાય છે. સોળમો અધ્યયન– ગાથા. (૧) અઢાર પાપોથી નિવૃત્ત, સમિતિ યુક્ત, જ્ઞાન–સંપન્ન, હંમેશાં યતના રાખનાર તેમજ ગુસ્સો—ઘમંડ નહિ કરનાર બ્રાહ્મણ કહેવાય છે. (૨) કોઈને આશ્રિત ન રહેનાર, નિદાન ન કરનાર, ઇન્દ્રિય વિષયોથી તેમજ બધાં આશ્રવ સ્થાનોથી પૂર્ણ પણે નિવૃત્ત, દમિતાત્મા, જ્ઞાની તેમજ શરીર મમત્વના ત્યાગી શ્રમણ કહેવાય છે. (૩) આત્મ ઉત્કર્ષ(ઘમંડ) તેમજ અપકર્ષ(દીનતા)ન કરનાર, નમ્ર, દમિતાત્મા, જ્ઞાની, પરીષહ–ઉપસર્ગ વિજેતા, શુદ્ધ આધ્યાત્મ યોગમાં ઉપસ્થિત, સ્થિરાત્મા, વિચારશીલ, પરદત્ત ભિક્ષાજીવી ભિક્ષુ કહેવાય છે. (૪) જે દ્રવ્ય અને ભાવથી એકલા, એકત્વ સમાધિને જાણનાર, બોધ(સમસ્ત ધર્મ સમજણ) પ્રાપ્ત, આશ્રવને રોકનાર, સુસંગત, સુસમિત, સમભાવ સંપન્ન, આત્માનો અનુભવી, શાસ્ત્રવેત્તા, રાગદ્વેષ વિજેતા, પૂજા–સત્કાર લાભની ઇચ્છાઓથી ૫૨, ધર્માર્થી, ધર્મજ્ઞ, મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થઈ સમ્યક આચરણ કરનાર, દમિતાત્મા, જ્ઞાની છે તે નિઘ્ર કહેવાય છે. અપેક્ષાએ ઉપરોક્ત ચારેય પર્યાયવાચી શબ્દો છે. તેથી ચારેયના લક્ષણોમાં કહેવામાં આવેલ ગુણો સંયમી સાધુ સાથે સંબંધિત છે. ૫ પ્રથમ શ્રુતસ્કંધ સંપૂર્ણ બીજો શ્રુતસ્કન્ધ પ્રથમ અધ્યયન-પુષ્કરણી(વાવ) અને કમલ. (૧) આ અધ્યયનમાં એક રૂપકની કલ્પના કરવામાં આવેલ છે. જેમકે એક પુષ્કરણી(વાવ) છે, તેમાં અનેક કમળ છે અને તે બધાં કમળોની વચ્ચે એક મોટું સફેદ કમળ છે. ત્યાં ચારેય દિશાઓમાંથી ક્રમશઃ એક એક પુરુષ આવે છે અને તે કમળને બહાર લાવવા માટે પુષ્કરણીની અંદર ઉતરે છે, પરંતુ કીચડમાં ફસાઈ જાય છે, તેને નથી કમળ મળતું કે નથી કિનારો, વચ્ચે જ ફસાઈ જાય છે. (૨) પાંચમો પુરુષ કિનારા પર જ બેસે છે અને પોતાના વચન બળની સિદ્ધિથી તે કમળને બહાર કાઢે છે. (૩) દૃષ્ટાંતના ચાર પુરુષો સમાન જુદીજુદી માન્યતાવાળા લોકો કામ ભોગ કે આરંભ–પરિગ્રહનો ત્યાગ નથી કરી શકતા પરંતુ તેમાં વધુને વધુ ફસાતા જાય છે. (૪) પાંચમા પુરુષ સમાન ભિક્ષુ છે, જે સંપૂર્ણ સાવધ કાર્યોના, આશ્રવોના, કામભોગોના તેમજ ધન પરિગ્રહના ત્યાગી હોય છે. તેઓ સંસારના પ્રવાહ રૂપી કોઈ પણ પ્રકારના કીચડમાં ઉતરતાં નથી પરંતુ સંસારના કિનારે જ રહી(સંસારથી પર રહી) આત્મશક્તિનો વિકાસ કરી સ્વયં સંસારથી મુક્ત થાય છે તેમજ ભવ્ય જનોને નિઃસ્પૃહ ભાવથી સંસાર રૂપી કીચડમાંથી બહાર નીકળવાનો બોધ આપે છે. એને નીકાળવા માટે પોતે સંસારમાં જાય નહીં, સંસારના કૃત્યો આદરે નહીં. (૫) આ વર્ણનની સાથે અન્ય મત-મતાંતરવાળાના સિદ્ધાંતોની વિસ્તૃત ચર્ચા પણ કરી છે. અંતમાં વિરક્ત આત્માના વિવિધ પ્રકારના ધર્મબોધનું, સંયમના નિયમો અને ઉપનિયમોનું, દયાભાવ તેમજ સમભાવનું, ધર્માચરણમાં પરાક્રમનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. (૬) અંતમાં કહ્યું છે કે તે ભિક્ષુ પોતાની પાસે આવેલ જ્ઞાની, અજ્ઞાની, જિજ્ઞાસુઓને તત્ત્વ સ્વરૂપ, વિરતિ(પાપ ત્યાગ), કષાયોની ઉપશાન્તિ, આત્મ શાન્તિ, ભાવોની નિર્મળતા તેમજ પવિત્રતા, સરળતા, નમ્રતા અને સમસ્ત નાના મોટા ચર–અચર પ્રાણીઓની રક્ષા રૂપી અહિંસાનો ઉપદેશ આપે. (૭) તે ઉપદેશ પણ નિઃસ્વાર્થ ભાવથી રુચિપૂર્વક આપે છે. (૮) તેવા ભિક્ષુના અનેક નામ છે– ૧. શ્રમણ ૨. બ્રાહ્મણ ૩. ક્ષમાશીલ ૪. દમિતાત્મા ૫. ગુપ્ત ૬. મુક્ત ૭. મહર્ષિ ૮. મુનિ ૯. સુકૃતિ(યતિ) ૧૦. વિદ્વાન ૧૧. ભિક્ષુ ૧૨. રૂક્ષ(સંસારથી ઉદાસીન) ૧૩. મોક્ષાર્થી ૧૪. ચરણ કરણ ના પારગામી. તે જ પૂર્વોક્ત પુરુષોમાં યોગ્ય અને સર્વશ્રેષ્ઠ પંચમ પુરુષ છે. બીજો અધ્યયન– તેર ક્રિયાઓ આ અધ્યયનમાં કર્મ બંધના કારણોની સમસ્ત ક્રિયાઓને તેર સ્થાનમાં સંકલિત કરવામાં આવેલ છે. (૧) સ્વ-અર્થાદંડ : કોઈ પણ પ્રયોજનથી કરવામાં આવેલ હિંસા આદિની પ્રવૃત્તિ. (૨)અનર્થાદંડ : ઇચ્છા માત્રથી કે મનોરંજન માટે નિરર્થક, કોઈ પણ જાતના કારણ વગર જ પ્રાણિઓનો વધ કરવો, આગ લગાડવી વગેરે. (૩)હિંસાદંડ : વેર અથવા બદલાથી કોઈની સંકલ્પ પૂર્વક હિંસા કરવી. (૪)અકસ્માત દંડ : સંકલ્પ વગર અકસ્માતે વચ્ચે જ કોઈનું મરી જવું. Page #125 -------------------------------------------------------------------------- ________________ 125 jainology આગમસાર (૫)દષ્ટિ વિપર્યાસ દંડઃ દષ્ટિ ભ્રમના કારણે એકના બદલે (૧૦) માયા દંડઃ મનમાં કંઈક બીજું વિચારવું અને બોલવું બીજાની હિંસા કરવી. કંઈક બીજું જ. કહેવું કંઈક બીજુ અને કરવું કંઈક બીજુ જ. (૬) મૃષા પ્રત્યીક: જૂઠું બોલવું. અંદર કંઈક અન્ય ભાવ અને બહાર નો દેખાવ કંઈ જુદો (૭) અદતાદાન પ્રત્યીક ચોરી-લૂંટ કરવી. કરવો, આ પ્રકારે માયા-કપટ, ધૂર્તતા કરવી. (૮) અભ્યસ્થ દંડ : મનમાં જ આર્ત, રૌદ્ર સંકલ્પ-વિકલ્પ (૧૧) દ્વેષ દંડ: ટ્વેષને વશ થઈ અત્યંત ક્રૂર દંડ દેવો. કરવા. (૧૨) લોભ દંડ: લોભ-લાલસા તેમજ વિષય ભોગોની (૯) માન દંડઃ જાતિ, ધન, પ્રજ્ઞા વગેરેનું અભિમાન કરવું, આસક્તિ રાખવી. બીજાનો તિરસ્કાર કરવો અથવા નિંદા કરવી, મજાક કરવી. (૧૩) ઇરિયાપથિકીઃ વીતરાગીની ગમનાગમન આદિ યોગ પ્રવૃત્તિ. આ તેર ક્રિયાઓનું વર્ણન ર્યા પછી શાસ્ત્રકારે અધર્મ, ધર્મ અને મિશ્ર પક્ષ, આ ત્રણ વિકલ્પોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. (૧) પ્રથમ અધર્મ વિકલ્પમાં હિંસક, ક્રૂર, ભોગોમાં આસક્ત, ધર્મ દ્વેષી વ્યક્તિના આચાર વિચાર વ્યવહારોનું કથન છે. (૨) બીજા ધર્મ વિકલ્પમાં શુદ્ધ સંયમી કે ધર્મનું કથન છે. (૩) તૃતીય મિશ્ર વિકલ્પમાં અજ્ઞાની, બાલ–તપસ્વી, કંદમૂળ ભક્ષણ કરનાર વગેરે મિથ્યા સાધનાવાળાનું કથન છે. ત્યારપછી સૂત્રકારે ફરીથી અધર્મ, ધર્મ અને મિશ્રપક્ષ આ ત્રણેય વિકલ્પોનો વિસ્તાર ક્ય છે. (૧) પહેલા અધર્મ વિકલ્પમાં ઉપર કહેવામાં આવેલ પ્રથમ અને તૃતીય વિકલ્પને સમાવિષ્ટ કરીને કથન કરવામાં આવેલ છે. (૨) બીજા ધર્મ પક્ષમાં સંયમ જીવનનું વર્ણન છે. (૩) ત્રીજા મિશ્રપક્ષમાં શ્રમણોપાસક જીવનનું વર્ણન છે. અંતમાં, આ બીજા અને ત્રીજા સ્થાનને સમ્યક કહી, તેને મોક્ષ પ્રાપ્ત કરનાર કહેવામાં આવેલ છે. પુનઃ ઉપરોક્ત આ બંને પ્રકારના ત્રણેય સ્થાનોને ધર્મ અને અધર્મ બે વિકલ્પોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૩૬૩ પાખંડીને અધર્મ પક્ષમાં કહેલ છે. અંતમાં ધર્મ અને અધર્મ પક્ષની અગ્નિ પરીક્ષાનું દષ્ટાંત દઈ અહિંસા પ્રધાન ધર્મની યુક્તિપૂર્વક પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં એવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પરમત કે સ્વમતમાં જ્યાં ક્યાંય પણ હિંસા છે, ત્ર-સ્થાવર પ્રાણીઓનું પીડન છે, તે અધર્મ છે. સાર એ છે કે – સર્વ જીવ રક્ષા, એ જ પરીક્ષા, ધર્મ તેને જાણીએ; – જ્યાં હોય હિંસા, નહીં સંશય, અધર્મ તેને પીછાણીએ. ત્રીજો અધ્યયન-આહાર પરિજ્ઞા. (૧) વનસ્પતિ જીવ પૃથ્વીના આશ્રયથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીના સ્નેહનો આહાર કરે છે. બાદમાં યથા સંયોગ પ્રમાણે છે એ કાયાના જીવોના શરીરને અચિત્ત બનાવી તેનો આહાર કરે છે. (વનસ્પતિનાં જીવ અન્ય છ એ કાયાના જીવોના શરીરને અચિત્ત બનાવીને તેનો આહાર કરે છે અથવા આહાર કરવાથી તે જીવો અચિત થઇ જાય છે. તેથી શેરડીના રસ આદિમાં રહેલા અપકાયના શરીર અચિત હોય છે.) (૨) તે વૃક્ષની નિશ્રામાં ઉત્પન્ન થનાર જીવ પૃથ્વી સ્નેહને બદલે વૃક્ષ સ્નેહનો પ્રથમ આહાર કરે છે. બાદમાં સંયોગ પ્રમાણે છે કાયનો આહાર કરે છે. (૩) તે વૃક્ષમાં કલમ કરવાથી અન્ય વૃક્ષ તેમજ લતાઓ પણ ઉપજે છે, તે પણ આ વૃક્ષના સ્નેહનો પ્રથમ આહાર કરે છે, બાદમાં સંયોગ પ્રમાણે છ કાયાનો આહાર કરે છે. (૪) જલયોનિક વનસ્પતિ જીવ પૃથ્વીની જગ્યાએ જળના સ્નેહનો પ્રથમ આહાર કરે છે બાદમાં સંયોગ પ્રમાણે છે કાયાનો આહાર કરે છે. (૫) આ દરેક વનસ્પતિઓના મૂળ, કંદ આદિ બીજ પર્યન્ત દસ વિભાગ હોય છે. તે વૃક્ષના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. પ્રથમ આહાર પછી તે વનસ્પતિ સંયોગ પ્રમાણે છ એ કાયા નો આહાર કરે છે. (૬) મનુષ્ય માતા-પિતાના શુક્ર શોણિત મિશ્રણના સ્નેહનો સર્વ પ્રથમ આહાર કરે છે. ત્યાર પછી માતાના આહારથી ઉત્પન્ન થયેલ રસના ઓજનો આહાર કરે છે. ગર્ભમાંથી બહાર નીકળી સ્તનપાન થી માતાના દૂધ અને સપ્પી એટલે સ્નેહનો આહાર કરે છે. અનુક્રમે મોટા થઈને તે વિવિધ પ્રકારનો આહાર તેમજ છ કાયનો આહાર કરે છે. (૭) આ જ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિયના વિષયમાં સમજવું પરંતુ થોડી વિશેષતા છે. જેમ કે ૧. જળચર જીવ ગર્ભની બહાર આવી સ્તનપાન નથી કરતા પરંતુ જળના સ્નેહનો આહાર કરે છે; અનુક્રમે વૃદ્ધિ પામતાં છ કાયનો આહાર કરે છે. અંડજ અને પોતજ રૂપે ત્રણે ય વેદવાળા જન્મે છે. ૨. સ્થલચર જીવનું મનુષ્યની સમાન સમજવું. ૩. પક્ષી, સ્તનપાન નથી કરતા પરંતુ પ્રારંભમાં તે માતાના શરીરના સ્નેહનો આહાર કરે છે, અનુક્રમે વૃદ્ધિ પામતા છ કાયનો આહાર કરે છે. ૪. ઉરપરિસર્પ અને ભુજપરિસર્પ પ્રારંભમાં વાયુકાયના સ્નેહનો આહાર કરે છે, અનુક્રમે વૃદ્ધિ પામતા છ કાયનો આહાર કરે છે. (૮) વિકસેન્દ્રિય જીવ ત્રણ સ્થાવર પ્રાણીઓના સચેત કે અચેત શરીરમાં ઉત્પન્ન થાય છે અને તે શરીરના સ્નેહનો પ્રથમ આહાર કરે છે અર્થાત જે જીવ જ્યાં જન્મે છે તેના જ સ્નેહનો પ્રથમ આહાર કરે છે, એવું સર્વત્ર સમજવું અને પછી અનુક્રમે વૃદ્ધિ પામતા છે કાયનો આહાર કરે છે. (૯) સંમૂર્છાિમ મનુષ્ય અશુચિ સ્થાનોમાં અને કલેવરમાં અસંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય પણે ઉત્પન્ન થાય છે. (૧૦) અષ્કાયના જીવો જ્યાં પોલાણ, વાયુ હોય ત્યાં ઉત્પન્ન થાય છે તથા ત્રસ સ્થાવર પ્રાણીઓના સચિત્ત અચિત્ત શરીરમાં ઉત્પન્ન થાય છે અને તેમના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. ત્યાર બાદ તેમાં અન્ય અપ્લાયના જીવ અને ત્રસ જીવ ઉત્પન્ન થાય છે. તે અપ્લાયના સ્નેહનો પ્રથમ આહાર કરે વગેરે પૂર્વવત્ જાણવું. Page #126 -------------------------------------------------------------------------- ________________ 126 આગમચાર-પૂર્વાર્ધ (૧૧) અગ્નિકાયના જીવો પણ ત્રણ સ્થાવર જીવોના સચેત–અચેત શરીરમાં ઉત્પન્ન થાય છે અને તેમના સ્નેહનો પ્રથમ આહાર કરે છે, ત્યાર બાદ આ અગ્નિમાં અન્ય અગ્નિકાયના, તેમજ ત્રસકાય જીવો કાળાંતરે અગ્નિકાયના અચેત શરીરમાં–રાખ,કોલસા વગેરેમાં ઉત્પન્ન થાય છે. તે અગ્નિના સ્નેહનો પ્રથમ આહાર કરે છે. આમતો આચારાંગમાં અગ્નિ માટે દિર્ગલોગ શસ્ત્ર- શબ્દ આવે છે જેનો અર્થ સર્વ બાદર ઔદારીક શરીરને હણનારું કરી શકાય. અથવા તો આકાશ પ્રદેશની લોકમાંની દિશ્રેણીઓઆખી ત્રસનાલમાં તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ થાય છે. ઇન્દ્ર પણ જાજલ્યમાન અગ્નિ જવાળાઓ છોડત વજ ફેકે છે. સપર્શઇન બધાજ જીવોને હોવાથી તે દેવોને પણ દઝાડે છે. નારકીઓને પણ અગ્નિથી સંતાપ થાય છે. અન્ય સ્થાવરની જેમ તેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી દેખાતું, તે હંમેશા આહાર કે સંહાર કરતા જ દેખાય છે. તેથી તેનું અચિત શરીર વ્યવહારથી રાખ કે કોલસાનેજ કહી શકાય છે. અગ્નિ કરતાં શરીરથી સુક્ષ્મ હોવાથી વાયુકાયના જીવો સચિત અગ્નિકાયના શરીરોની વચ્ચેના પોલાણ ભાગમાં પણ હોઈ શકે છે.(વિસ્ફોટકોની અપેક્ષાએ –ઉષ્ણ યોની વાળા વાયુકાયના જીવો ત્યાં વિક્રય પણ કરે છે.) (૧૨) તે પ્રમાણે જ વાયુકાયના અને પૃથ્વીકાયના આહારને પણ સમજવો. આ રીતે બધાં જીવ વિવિધ યોનિઓમાં ભ્રમણ કરી વિભિન્ન આહાર કરે છે, એ જાણી ભિક્ષુ આહારમાં ગુપ્ત બની અર્થાત્ અલ્પતમ જરૂરી આહાર કરી રત્નત્રયની આરાધના કરે. (નોંધઃ મૂળ પાઠ પ્રમાણે ત્રણ સ્થાવરના સચિત અને અચિત શરીરોમાં બીજા ત્રસ અને સ્થાવરના જીવો ઉત્પન્ન થાય છે. એટલે કે થઈ શકે છે એવો અર્થ કરવો જોઇએ, નિયમા બધીજ જગ્યાએ જીવો ઉત્પન્ન થાય છે એ અર્થ ન કરી શકાય, તેવા અર્થથી કોઈ પણ વસ્ત અચિત બાકી રહેતી નથી તેથી. અથવા તો જયાં ત્ર-સ્થાવરના જીવો ઉત્પન્ન થાય છે તે બીજા જીવોના સચિત અચિત શરીરો જ હોય છે, એમ અર્થ કરી શકાય.) ચોથો અધ્યયન- અપ્રત્યાખ્યાન ક્રિયા. (૧) જેણે અઢાર પાપોનો ત્યાગ કરેલ નથી, મિથ્યાત્વથી ભરેલ છે, તે મન-વચન-કાયાથી પાપ ક્રિયા ન કરતો હોવા છતાં પણ અપ્રત્યાખ્યાન સંબંધિત પાપ કર્મનો બંધ કરતો રહે છે, ભલે પછી તે ગમે તે અવસ્થામાં કેમ ન હોય. (૨) કોઈ રાજા પુરુષ વગેરેની હિંસાના સંકલ્પ વાળો હોય તો તે દરેક અવસ્થામાં તે રાજા નો વેરી જ મનાય છે. જ્યારે તે વિચાર પરિવર્તનથી તે પોતાના સંકલ્પનો ત્યાગ કરી દે, ત્યાર પછી તેને શત્રુ માનવામાં આવતો નથી. (૩) સર્વ જીવો સંજ્ઞી કે અસંજ્ઞી અવસ્થાઓમાં જન્મમરણ કરે છે. તે જીવોની હિંસાજન્ય પ્રવૃત્તિઓ અને સંકલ્પોની પરંપરા તેની. સાથે જ પ્રવાહિત રહે છે, જ્યાં સુધી કે તે જીવ અવિરત રહે છે. જેમ કે કોઈ માણસ અસત્યવાદી હોય અને કર્મ સંયોગે તે મૂક થઈ જાય તેની વાચા બંધ થઈ જાય ત્યારે તે સત્યવાદી ગણાતો નથી, અસત્યનો ત્યાગી પણ કહેવાતો નથી, જ્યાં સુધી કે તે જૂઠનો ત્યાગ કરે નહીં. આ જ રીતે જે જીવો અવિરત હોય છે તેઓને પાપની રાવી (અપ્રત્યાખ્યાન ક્રિયા) ચાલુ જ રહે છે. (૪) જે હળુકર્મી પ્રાણી હિંસાદિ સર્વ પાપોનો ત્યાગ કરી સર્વથા વિરત થઈ જાય છે અને શુદ્ધ ચારિત્રનું પાલન કરે છે તે ભિક્ષ, ક્રિયાથી રહિત ; હિંસાથી રહિત, ક્રોધ, માન, માયા અને લોભથી રહિત, ઉપશાંત તેમજ પાપકર્મ બંધથી રહિત થઈ જાય છે, તે એકાંતે પંડિત કહેવાય છે. પાંચમો અધ્યયન-ભાષા સંબંધી આચાર (૧) ભિક્ષુએ કોઈ પણ વિષયમાં આગ્રહ ભરેલું એકાંતિક કથન કરવું જોઇએ નહિ, પરંતુ આગ્રહ રહિત(નય યુક્ત) સાપેક્ષ કથન કરવું જોઇએ. નહિ બોલવા યોગ્ય એકાંતિક કથન આ પ્રમાણે છે– ૧. લોક નિત્ય જ છે ૨. લોક અનિત્ય જ છે. ૩. સર્વ જીવો મુક્ત થઈ જ જશે. ૪. સર્વ જીવો સર્વથા અસમાન જ હોય છે પ. નાના-મોટા કોઈપણ જીવની હિંસાથી ક્રિયા સમાન જ થાય છે. ૬. આધાકર્મી આહારના દાતા અને ભોક્તા બંને કર્મોથી ભારે થાય જ છે અથવા તે બંને કર્મથી ભારે થતા જ નથી. ૭. સર્વ જીવો સદાકાલ કર્મબંધ કરતા જ રહેશે; વગેરે આવા એકાંતિક વચન મુનિએ બોલવા નહિ. (૨) નિમ્નોક્ત ભાવોમાં અસ્તિત્વની શ્રદ્ધા રાખવી જોઇએ જેમકે- લોક–અલોક, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, બંધ-મોક્ષ પુણ્ય-પાપ, આશ્રવ–સંવરવેદના–નિર્જર, ક્રિયા–અક્રિયા, ક્રોધ–માન, માયા-લોભ, રાગ-દ્વેષ, ચતુર્ગતિક સંસાર, દેવ-દેવી, મુક્તિ—અમુક્તિ, જીવનું નિજ સ્થાન સિદ્ધિ છે, સાધુ અને અસાધુ હોય છે ઇત્યાદિ. પરંતુ ઉપરોક્ત ભાવો જગતમાં હોતા નથી તેવી બુદ્ધિ(સમજ) રાખવી જોઈએ નહિ. આમાં સાચી સમજ અને શ્રદ્ધા રાખવી જોઇએ. (૩) આ જીવ તો પુણ્યવાન જ છે. આ તો પાપી જ છે. સાધુ લોકો ધૂર્ત-ઢોંગી હોય છે. એને જ દાન આપવાથી લાભ થશે, એને દાન આપવાથી કંઈજ લાભ થશે નહિ; આ રીતે એકાંત વચન પ્રયોગ કે આવી એકાંતિક દષ્ટિ(બુદ્ધિો પણ રાખવી જોઈએ નહિ. આ ઉપરોક્ત સર્વ ભાવોમાં કે એવા અન્ય પણ વિષયોમાં પોતાની ભાષાનો અને સમજ(દષ્ટિ)નો વિવેક રાખતા મુનિએ સંયમમાં પુરુષાર્થ કરવો જોઇએ. છઠ્ઠો અધ્યયન-આર્દ્રકુમાર મુનિ આ અધ્યયનમાં પરસ્પર આક્ષેપ સાથેની ચર્ચા(શંકા-સમાધાન) છે. વ્યાખ્યાકારોનું મંતવ્ય છે કે આ અધ્યયનમાં ગોશાલક, બુદ્ધ, વેદવાદી, સાંખ્ય મતવાદી તેમજ હસ્તીતાપસ સાથે થયેલ આદ્રકુમાર મુનિની ચર્ચા છે. (૧) આક્ષેપ - ભગવાન મહાવીર સ્વામી પહેલાં સાધના કાલમાં મૌન રાખતા હતા, તપસ્વી જીવન જીવતા હતા, પરંતુ આ વખતે મોટા જન સમુદાયમાં રહે છે, અને ઉપદેશ પણ આપે છે; આ તેનું વર્તન તેના અસ્થિર સિદ્ધાંતને અને ચંચલ સ્વભાવને પ્રગટ કરે છે સમાધાન :- પ્રભુ મહાવીર પહેલાં ઘાતી કર્મોને ક્ષય કરવા માટે એકાંતવાસ, મૌન અને તપસ્વી જીવન જીવતા હતા. વર્તમાનમાં તેઓ અઘાતી કર્મોના ક્ષય માટે અને તીર્થંકર નામ કર્મના ક્ષય માટે ઉપસ્થિત થયેલા લોકોને ધર્મ દેશના આપી મોક્ષ માર્ગમાં જોડે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ jainology 127 આગમસાર વર્તમાનમાં પણ તેઓ રાગ-દ્વેષ અને મોહથી રહિત હોવાથી એકલા જ છે, એકત્વમાં જ રમણ કરે છે. તેઓ જ્યારે જે લાભનું કારણ સમજે ત્યારે તે અનુસાર વર્તન-વ્યવહાર કરે છે, પરંતુ કોઈમાં પણ મુચ્છ-મમતા, આસક્તિના ભાવો તેમને હોતા નથી. તેથી તેના ઉપર દોષારોપણ કરવું મિથ્યા છે, કારણ કે તેઓ યશકીર્તિ કે આજીવિકા માટે ધર્મોપદેશ આપતા નથી પરંતુ માત્ર જીવોના કલ્યાણ માટે જ પ્રવચન આપે છે. કૃતકૃત્ય થયેલા તે પ્રભુને સ્વાર્થ સાધનરૂપ કોઈ પ્રયોજન હોતું નથી. (૨) શંકા - સચેત જળ, બીજ, આધાકર્મી(સચેત-અચેત) આહાર અને સ્ત્રીઓનું સેવન કરતાં-કરતાં પણ જે વ્યક્તિ એકાંત માં રહેતો હોય કે વિચરતો હોય તો શું તેને પાપ લાગે છે? જવાબ:- ઉપરોક્ત પ્રવૃત્તિઓ કરનારને ગૃહસ્થ જ કહી શકાય, સાધુ ન કહી શકાય. ધન કમાવાના પ્રયોજનથી ગૃહસ્થ ઘણીવાર પરદેશમાં એકલો ઘૂમે છે, તેથી આ આચરણ કરનાર આત્મ સાધક નહિ પરંતુ જીવ હિંસા તેમજ કામભોગોમાં આસક્ત બની સંસારમાં ભ્રમણ કરે છે. (૩) શંકા – આવું કથન કરવાથી શું બીજાની નિંદા કર્યાનું પાપ નથી લાગતું? જવાબ:- કોઈ ચોક્કસ વ્યક્તિની નિંદા ન કરતાં તે વ્યક્તિનો ખોટો દ્રષ્ટિકોણ જાણી, સાચા સ્વરૂપને સ્પષ્ટ કરવું, તે નિંદા કે પાપ કહેવાતો નથી. ખાડો, કાંટા, કીડા, સર્પ આદિ ને જોઈને આપણે આપણી જાતને બચાવી અને બીજાને બતાવી, તેમનું હિત કરીએ તો અમાં નિદા શી થઈ ? આ જ પ્રમાણે હિંસા તેમજ કુશીલને સમર્થન આપે તેવો માર્ગ કે તેવા સિદ્ધાંત કલ્યાણકારક નથી તેમ સમજાવવું, બતાવવું તે પણ નિદાકારક નથી જ. (૪) શંકા - ઘણા બધા લોકો જે સ્થળે આવતા-જતા હોય અને જ્યાં અનેક વિદ્વાન લોકો પણ આવતા હોય તેવી જગ્યાએ ભગવાન મહાવીર શું નિરુત્તર થવાના ભયથી રોકાણ કરતા નથી? સમાધાન - ભગવાન મહાવીર વિના કારણ કે વિના વિચાર્યું કોઈ કાર્ય નથી કરતા. તેઓ રાજાના ભયથી કે દેવ-દાનવના ભયથી પણ કાંઈ નથી કરતા પરંતુ જ્યાં જેવો લાભ જુએ(ધર્મ બાબત) ત્યાં તેવું આચરણ કરે છે. (૫) શંકા:- ત્યારે શું ભગવાન એક વણિક જેવા છે જે પોતાના લાભ માટે જ જન–સંપર્ક કરે? સમાધાન :- વણિક તો આરંભ-સમારંભ અને ધન તેમજ કુટુંબ પરિવારમાં મમત્વ રાખે છે તથા મૈથુન સંબંધી કર્મબંધનના કાર્યો કરે છે, અને તેનાથી આત્માની અવનતિ કરે છે, પરંતુ ભગવાન એવા નથી. હા, ભગવાન મોક્ષની સાધનાની અપેક્ષાએ લાભાર્થી-વણિક છે. ભગવાનનો લાભ તો નિર્જરા એટલે કે મોક્ષરૂપ જ છે. સર્વથા હિંસાથી રહિત અને આત્મધર્મમાં સ્થિત વીતરાગ સર્વજ્ઞ મહાપુરુષને વણિક (વેપારી) તો આપ જ કહી શકો! (૬) શંકા – ખલ–પિંડ ને મનુષ્ય અને તુંબડાને બાળક સમજી કોઈ પકાવીને ખાય તો તે પાપ થી લિપ્ત બને છે, અને કોઈ મનુષ્ય ને ખલ–પિંડ અને બાળકને તુંબડું માની પકાવી ખાયતો પાપથી લિપ્ત નથી બનતો; તેવું અમારૂ મંતવ્ય છે. સમાધાન :- આ પ્રકારનું સાંભળવું કે તેનો પ્રયોગ કરવો બંને સાધુજીવન માટે અયોગ્ય છે. સાધુ તો સૂક્ષ્મ ત્ર-સ્થાવર જીવની આશંકા–અસ્તિત્વથી હંમેશા વિવેકપૂર્વક અને જાગૃતિ પૂર્વક પ્રવૃત્તિ કરે છે. આવી ખલ બુદ્ધિ અને તુંબડાની બુદ્ધિ તો કોઈ મૂર્ખ પણ નથી કરી શકતો. આવી ઉલટી બુદ્ધિવાળો તો અનાર્ય કહેવાય છે. જે વચન પ્રયોગથી પાપના ઉપાર્જનને પ્રેરણા મળે તેવું વચન બોલવું પણ યોગ્ય નથી. સાચો સાધુ સમ્યક ચિંતન પૂર્વક, દોષ રહિત ભિક્ષા ગ્રહણ કરે છે, તે આવા માયામય વચન પ્રયોગ ન કરી શકે. આ રીતે અન્ય તત્વ ચર્ચા પણ છે. જેનો સાર આ પ્રમાણે છે(૧) માંસ ભક્ષણમાં દોષ ન હોવાનું કથન પણ મિથ્યા છે. (૨) પાપ પ્રવૃત્તિથી આજીવિકા કરનારને ભોજન કરાવવાથી પુણ્ય બંધાય છે અને દેવલોક મળે છે, તે કલ્પના માત્ર છે. (૩) હલકા પ્રકારનું આચરણ કરનાર અને ઉત્તમ આચરણ કરનાર બંને ક્યારેય સમાન થઈ શકતા નથી. (૪) હિંસા-અહિંસા નું પ્રમાણ જીવોની સંખ્યા પર આધારિત નથી, પરંતુ તેનો આધાર તે જીવની ચેતના, ઈદ્રિયો, મન, શરીર વગેરેના વિકાસ તેમજ મારનારના તીવ્ર–મંદ ભાવ પર આધારિત છે.(આ એક હાથીને મારી જીવનભર તેનું માંસ ખાનાર હસ્તીતાપસ ને માટે કહેવાયું છે.) સાધુઓએ અનેક પાખંડીઓના કુતર્કથી દૂર રહી સમ્યક–શ્રદ્ધા યુક્ત આચરણ કરવામાં સાવધાન રહેવું જોઇએ. સાતમો અધ્યયન- ઉદકપેઢાલ પુત્ર આ અધ્યયનમાં પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સાધુ ઉદકપેઢાલ પુત્ર અને ગૌતમસ્વામીની ચર્ચા છે. ૧. ઉદક સાધુ નો તર્ક છે કે:- શ્રાવક દ્વારા ત્રસ જીવની હિંસાના પચ્ચકખાણ કરવા એ ખોટા પચ્ચખાણ છે, કારણ કે પ્રત્યાખ્યાન સમયે જે જીવ ત્રસ છે, તે ક્યારેક સ્થાવર થઈ જાય છે, અને સ્થાવર જીવ ક્યારેક ત્રસ થઈ જા ગૌતમ સ્વામીએ સમાધાન આપતા કહ્યું છે કે– પ્રત્યાખ્યાનનો આશય ત્રસ નામકર્મના ઉદયવાળા જીવોની અપેક્ષા છે, તેથી તેના સાચા પચ્ચકખાણ છે. “કોઈએ ત્રસ જીવ ની હિંસા ન કરવી” તેમ પચ્ચખાણ લીધેલ હોય અને ત્યાર બાદ કોઈ ઉદયકર્મના કારણે સ્થાવર જીવ બની જાય તો તે સ્થાવરની હિંસા કરવાથી તે પ્રત્યાખ્યાન લેનારની પ્રતિજ્ઞા ભંગ નથી થતી, દૂધ,દહિં ન ખાવાની પ્રતિજ્ઞા લેનાર જ્યારે તે દૂધ-દહિં છાશ બની જાય તો તેને વાપરવાથી પ્રતિજ્ઞા ભંગ નથી થતી. તે રીતે જ શ્રાવકના ત્રસ જીવની હિંસાના પ્રત્યાખ્યાન ભંગ નથી થતા. બીજો તર્ક છે કે–ત્રસના પચ્ચકખાણ કરાવવાથી સ્થાવરની હિંસાને સમર્થન અપાય છે. સમાધાન- છ પુત્રોને ફાંસીની સજા મળેલ હોય અને તેમાંથી એકને જ છોડાવી શકાય તેમ રાજાનો આદેશ હોય, ત્યારે એક ને છોડાવનાર બાકીના પાંચ પુત્રોની ફાંસી માન્ય રાખે છે તેમ ન કહી શકાય! આ જ રીતે અસમર્થતાના કારણે શ્રાવકથી જેટલો બની Page #128 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ શકે તેટલો તેને ત્યાગ કરાવાય છે. સાધુ ક્યારેય પણ ગૃહસ્થની કોઈ પણ છૂટ કે આગારને સમર્થન આપતા નથી, કે તેની અનુમોદના કરતા નથી . આ રીતે અનેક તર્ક–પ્રતિતર્ક દષ્ટાંત આદિ થી સમાધાન કરવામાં આવેલ છે, અંતમાં ઉદક શ્રમણ પોતાની જાતને સમર્પિત કરી પાંચ મહાવ્રત રૂપ ધર્મનો સ્વીકાર કરી લે છે. : નોંધ : વધુ માહિતી માટે શ્રી ગુરુપ્રાણ આગમ નાં સૂત્રોનું અધ્યયન કરવું જોઇએ. જે રાજકોટથી ગુજરાતીમાં પ્રકાશિત થયેલ છે. અને જ્ઞાની થવા માટે મેળવેલી ધર્મ માહિતીનો ઉપયોગ,આચરણ કરવું જોઇએ.મોક્ષ પ્રાપ્તિ માટે નવ તત્વ,પાંચ સમિતી અને ત્રણગુપ્તિનુજ્ઞાન પણ પર્યાપ્ત છે. આચરણ વગરનું જ્ઞાન સુખડનાં ભારા સમાન છે. તે જ્ઞાન નહિં પણ માહિતીનાં રૂપમાં જાણવું ॥ બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ ॥ સૂત્રકૃતાંગ સારાંશ સંપૂર્ણ ││││││| | | 128 જો આત્મકલ્યાણ કરવું હોય તો...... જોશમાં હોશ અને ક્રાન્તિમાં શાન્તિ જાળવવી. આત્મ હિત શિક્ષા પર નિંદા, તિરસ્કારિત (તુચ્છ) ભાષા અને ભાવ-ભંગીથી મુક્તિ પામો. મારા—તારાના ભેદથી બચીને રહો. સમભાવોથી પોતાના જીવનને સફળ બનાવો. દ્રવ્ય ક્રિયાની ઉત્કૃષ્ટતાની સાથે-સાથે ભાવ શુદ્ધિ એટલે હૃદયની પવિત્રતા પામીને પરમ શાંત અને ગંભીર બનવું. સંકુચિત્ત, ક્ષુદ્ર અને અધીરાઈવાળી મનોદશાથી મુક્ત બનવું સાધુ અને સાધુઓની વાણી આ જગતમાં અમૃતસમ છે. કોઈનું સારૂં ન કરી શકો તો, કોઈનું ખરાબ તો ન જ કરો. કોઈની નિંદા, તિરસ્કાર આત્માને માટે ઝેર સમાન છે, તે સંસાર પરિભ્રમણનો રસ્તો છે. (જુઓ—સૂય.અ. ૨, ઉ. ૨, ગા.ર.) કોઈને નીચે પાડવાની ચેષ્ટા કરવી દુષ્ટવૃત્તિ છે. સમભાવ ધરવાથી અને પવિત્ર હૃદયી બનવાથી સંસાર તરવો શક્ય બને છે. નાની એવી જીંદગાનીમાં કોઈથી અપ્રેમ અથવા વૈરભાવ ન કરવો. શ્રાવકના બાર વ્રત આગાર ધર્મ–શ્રાવકવ્રત :— તીર્થંકર પ્રભુએ અપાર કરુણા કરીને ગૃહસ્થ ધર્મના સ્વરૂપનું વર્ણન ક્યું છે. સાધક જીવનનો સાચો રાહ તો ઘરબારનો ત્યાગ કરીને સંયમ લેવો તે જ છે, સંપૂર્ણ સાંસારિક જીવનનો ત્યાગ કરવાનો છે. તોપણ સર્વજ્ઞ, સર્વદર્શી પ્રભુએ સારી રીતે જાણ્યું છે કે ધર્મને હૃદયંગમ કરીને પણ અનેક આત્માઓ સંયમનો સ્વીકાર કરી શકતા નથી. ગૃહસ્થ જીવનની અનેક પરિસ્થિતિઓમાં રહેવા છતાં જીવોને પોતાની તે અવસ્થામાં પણ સાધનાનો અનુપમ અવસર મળવો જોઇએ. જેનાથી તે તેમાં પોતાના ધર્મ જીવનની પૂર્ણ આરાધના કરી શકે. માટે પ્રભુએ મહાવ્રતોની સાથેસાથે અણુવ્રતોનું અર્થાત્ શ્રમણ ધર્મની સાથે જ ગૃહસ્થ ધર્મ (શ્રાવકવ્રતો) નું નિરૂપણ ર્યું છે. = શ્રાવકના વ્રતોનો અધિકાર :– મનુષ્યોના ભીષણ સંગ્રામમાં જાવાવાળા રાજા હોય અથવા મોટા વ્યાપારી શેઠ હોય અથવા કુંભકાર હોય, ચાહે કોઈની માંસાહારી સ્ત્રી હોય અથવા ૧૩ સ્ત્રીઓ હોય(મહાશતક), અંબડ સન્યાસી જેવા હોય અથવા ગોશાલક પંથી નિયતિવાદી(શકડાલ) હોય, જેને હજારો બેલગાડીઓ ચાલતી હોય અથવા ૧૦–૧૦ જહાજ જેને ત્યાં ચાલતા હોય, સ્ત્રી હોય અથવા પુરુષ હોય તે શ્રાવકના વ્રતોનો સહજ રીતે સહર્ષ સ્વીકાર કરી શકે છે. શ્રાવક વ્રતોની મૌલિક સંરચના પણ વિશાળ દૃષ્ટિકોણથી થયેલ છે. તેમા કોઈને, કોઈ પણ પ્રકારની બાધા આવી શકતી નથી. માટે શ્રાવકના બારવ્રત સ્વીકાર કરવામાં કોઈપણ મુમુક્ષુ આત્માએ આળસ કે પ્રમાદ કરવો ન જોઇએ. અપ્રતિબંધ :– શ્રાવકના વ્રત ધારણ કરવામાં કોઈને માટે કોઈપણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. તે પોતાની સુવિધા અનુસાર હીનાધિક કોઈપણ છૂટ કોઈપણ વ્રતમાં રાખી શકે છે. ચાહે તે મૌલિકવ્રત હોય અથવા અતિચાર હોય, શ્રાવક કોઈ પણ વ્રતને સર્વથા ધારણ ન કરે અથવા કોઈપણ વ્રત ઇચ્છા પ્રમાણે છૂટ રાખીને ધારણ કરે તેમાં કોઈ જાતની રોકટોક કે પ્રતિબંધ નથી. શ્રાવકોના વ્રતોમાં અપવાદોનો કોઈ અંતિમ એક રૂપ નથી. એક જ અહિંસાવ્રત અનેક પ્રકારના અપવાદોની સાથે સ્વીકાર કરવામાં આવે છે. વિવિધ વ્યક્તિઓની ક્ષમતાનું સામર્થ્ય પણ વિવિધ પ્રકારનું હોય છે, તેઓમાં ઉત્સાહ, આત્મબલ, પરાક્રમ એક જેવું હોતું નથી, તે વ્યક્તિઓના ક્ષયોપક્ષમ અનુરૂપ અનેક પ્રકારનું થઈ શકે છે. તેથી અપવાદ સ્વીકાર કરવામાં વ્યક્તિની પોતાની સ્વતંત્રતા છે. તેના પર અપવાદ જબરદસ્તીથી આરોપિત કરવામાં આવતા નથી. માટે હીનાધિક બધી પ્રકારની શક્તિવાળી અને સાધનામાં ઉત્સુક વ્યક્તિઓને સાધના કરવાનો સહજ રીતે અવસર મળી શકે છે. પછી ધીરે ધીરે સાધક પોતાની શક્તિને વધારતો આગળ વધી જાય છે તેમજ અપવાદોને ઓછા કરે છે. આમ કરતાં કરતાં તે શ્રમણોપાસકની ભૂમિકામાં શ્રમણભૂત પડિમા સુધી પહોંચી શકે છે. આ ગહન મનોવૈજ્ઞાનિક તથ્ય છે કે આગળ વધવું (પ્રગતિ કરવી) તે જેવું અપ્રતિબદ્ધ અને નિર્હન્દુ માનસથી સધે છે, તેવું પ્રતિબદ્ધ અને નિગૃહીત માનસથી સધી શકે નહીં. આ પદ્ધતિ નિઃસંદેહ બેજોડ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ jainology | પ્રેરણાની અપેક્ષા ક્યારેક કોઈ ત્યાગ નિયમનું શ્રાવકને માટે આવશ્યક પણ કહેવામાં આવે છે તો પણ એકાંતિક ન સમજવું. જેમ ભગવતીસૂત્રમાં પ્રેરણા પ્રસંગથી શ્રમણોપાસકને માટે કર્માદાનના ત્યાગી થવાનું આવશ્યક કર્તવ્ય બતાવવામાં આવ્યું છે તો પણ આ ઉપાસક દશાંગ સૂત્રમાં ઈંગાલકર્મ રૂપ કુંભકાર કર્મ આદિનો ત્યાગ ન કરવાવાળા સકડાલ શ્રમણોપાસકનું પણ શ્રાવકરૂપમાં વર્ણન છે. આનંદ શ્રાવકના સાતમા વ્રતમાં ૨૬ બોલની મર્યાદામાંથી ૨૨ બોલોને ધારણ કરવા વાળાનું જ વર્ણન છે ચાર(પત્રી–પગરખા, સયણ, સચિત્ત, દ્રવ્ય) ની મર્યાદા બતાવેલ નથી. 129 આગમસાર અલ્પાધિક વ્રત ધારણ :- કહેવાય છે કે એક વ્રતને ધારણ કરનારા પણ શ્રાવક હોય છે અને બાર વ્રતને ધારણ કરનારા પણ શ્રાવક હોય છે. તેથી કોઈપણ ધર્મપ્રેમી શુદ્ધ જાણકારી પ્રાપ્ત કરીને શ્રાવકના બાર વ્રતને પોતાની ઇચ્છા અનુસાર ધારણ કરી શકે છે તેમાં જરામાત્ર પણ શંકા કરવી ન જોઇએ. ગૃહસ્થ જીવનમાં ધર્મ સાધના સુલભ બને તેને માટે ગૃહસ્થ જીવનની પરિસ્થિતિઓને જાણીને જ પ્રભુએ આવો સરલ માર્ગ બતાવ્યો છે. છતાં પણ કોઈની નબળાઈ હોય તો બાર વ્રતમાંથી ઓછા વ્રતોને પણ ધારણ કરી શકે છે, હીનાધિક છૂટ પણ રાખી શકે છે. આટલો સરળ અને સ્પષ્ટ માર્ગ હોવા છતાં પણ સેંકડો હજારો શ્રદ્ધાળુજન ‘પછી કરશું–પછી કરશું’ એમ કરતાં, વર્ષો વીતી જાય છે, પણ શ્રાવકના બારવ્રત ધારણ કરતા નથી. આ એક પ્રકારની ઉપેક્ષાવૃતિ અથવા આળસવૃતિ છે અથવા તો શ્રમણવર્ગ દ્વારા સાચું જ્ઞાન અને સાચી પ્રેરણા ન મળવાનું પરિણામ પણ માનવામાં આવી શકે છે. શ્રાવકના વ્રતમાં જરા પણ ભય રાખવો યોગ્ય નથી. તેમાં પોતાની શક્તિ સુવિધા અનુસાર અને સ્વભાવને અનુકૂળ વ્રત ધારણ કરવામાં આવે છે. શ્રાવક જે છૂટ રાખે છે તેનો પણ તેના મનમાં ખેદ રહે છે. તેમજ ક્રમિક વિકાસ કરીને તે છૂટોને જીવનમાંથી હટાવવાનું લક્ષ્ય પણ શ્રાવકને હંમેશાં રહે છે. અનૈતિક વૃત્તિઓનો ત્યાગ :– કોઈનું જીવન નૈતિકતાથી રહિત છે અથવા કોઈ દુર્વ્યસનોના શિકાર બનેલા હોય છે. તેઓને પણ ક્યારેક ધર્મ સમજમાં આવી જાય તો ધર્મી તેમજ વ્રતી બનવાને માટે તેઓએ અનૈતિક પ્રવૃત્તિઓ અને દુર્વ્યસન છોડવા અતિ આવશ્યક છે. તેમાં થોડું મોડું થાય તો ક્ષમ્ય ગણી શકાય પરંતુ હંમેશા માટે નહિ. જેમ કે કોઈ ચોરીઓ કરે, પરસ્ત્રી ગમન કરે, વ્યાપારમાં અતિ લોભથી અનૈતિક અવ્યવહારિક કાર્ય કરે, પંચેન્દ્રિય હિંસા કરે, શિકાર કરે, મધ, માંસ, ઈંડા, માછલીનું ભક્ષણ કરે, જુગાર ૨મે, ધુમ્રપાન કરે, ઇત્યાદિ. આ બધી પ્રવૃત્તિઓ શ્રાવક જીવનના જઘન્ય દર્જામાં પણ છોડવા યોગ્ય છે. શ્રાવકની સમજ તથા શ્રદ્ધા :– શ્રાવક જીવન સ્વીકાર કરવાવાળા પણ શ્રમણ ધર્મને શ્રેષ્ઠ તેમજ સંયમ આદરણીય માને છે. તેમજ ધારણ કરવાવાળાને ધન્ય સમજે છે અને પોતાને અધન્ય અકૃત-પુણ્ય સમજે છે. તેઓ ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવા છતાં પણ ઉદાસીન પરિણામોથી(લાચારીથી) રહે છે. અર્થાત્ ગૃહસ્થની કોઈપણ પ્રવૃત્તિમાં તેમને અતિ આસક્તિભાવ હોતો નથી. તેને પહેલો અને બીજો મનોરથ આજ વાતની હંમેશાં પ્રેરણા આપે છે. જેમ કે– (૧) હું ક્યારે આરંભ પરિગ્રહ છોડીને નિવૃત્ત થાઉં (૨) ક્યારે હું મમત્વ છોડી સંયમ ધારણ કરું. તે દિવસ મારો ધન્ય થશે. શ્રાવકના વ્રતોને ધારણ કરવાની સાથે—સાથે તેની સમજ પણ સાચી હોવી અતિ જરૂરી છે. અર્થાત્ શુદ્ધ સમ્યક્ત્વને ધારણ કરવું તેમજ પાલન કરવું અત્યંત આવશ્યક બને છે. દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્ય જ્ઞાન : વીતરાગ સર્વજ્ઞ સર્વદર્શી સાક્ષાત્ દેહધારી અરિહંત પ્રભુ તેમજ નિરંજન નિરાકાર સિદ્ધ પ્રભુ આરાધ્ય દેવ છે. મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તેમજ ભગવદ્ આજ્ઞાનું આરાધન કરવાવાળા નિગ્રંથ મુનિ આચાર્ય, ઉપાધ્યાય તેમજ સાધુ-સાધ્વી આરાધ્ય ગુરુ છે. તેમજ દયા પ્રધાન, અહિંસા પ્રધાન અથવા પાપ ત્યાગ રૂપ સંવર, નિર્જરામય કેવલી પ્રરુપયો ધર્મ જ અમારો આરાધ્ય ધર્મ છે. હિંસાપ્રધાન પ્રવૃત્તિઓમાં ક્યારેય પણ ધર્મ માનવો નહિ અને આવા ધર્મને વીતરાગ ધર્મથી અલગ સમજવો. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન, શ્રદ્ધાન, મુક્તિ તેમજ નય આદિ જિનેશ્વર ભાષિત સિદ્ધાંત જાણવા યોગ્ય તેમજ શ્રદ્ધા કરવા યોગ્ય તત્ત્વ છે. આ રીતે દેવ, ગુરુ અને ધર્મ તત્ત્વનું સમ્યજ્ઞાન કરીને સમ્યગ્ શ્રદ્ધા કરવી તે સમ્યક્ત્વ અથવા . સમ્યગ્દર્શન છે. દરેક શ્રાવક પોતાની શ્રદ્ધાને તેમજ સમજને શુદ્ધ રાખશે તો જ તે આરાધક બની શકશે. શ્રાવકની ઉદાસીનતા :–શ્રાવક જીવનમાં ઉદાસીન રહવા માટે ધાય માતાની ઉપમા આપવામાં આવી છે. જેમ કે– અહો સમદષ્ટિ જીવડા, કરે કુટુમ્બ પ્રતિપાલ – અંતર્ગત ન્યારો ૨હે, જ્યોં ધાય ખિલાવે બાલ . શબ્દાર્થ : વૃતિ—વર્તન . પ્રવૃતિ–વિશેષ કાર્ય કે ધંધો . નિવૃતિ–પ્રવૃતિનું સંક્ષિપ્તીકરણ કે અવરોધન . = અશુભ જોગથી નિવૃતિ–નિવરતન . શુભજોગમાં પ્રવૃતિ,પ્રવર્તવું– સમયક પુરુષાર્થ . વ્યવહારમાં નિવૃતિ જેવી(જીવન આવશ્યક)વૃતિ– નિસંગતા, અનાસકતિ . જતના વૃતિ એટલે વર્તનમાં ભાવ સહિત, ભાવ પ્રધાન, ઉપયોગ સહિત, આત્મભાવથી જીવદયા પાળવી . આ વિષયમાં એક પ્રેરણાત્મક દષ્ટાંત છે જેને સ્મરણમાં રાખીને શ્રાવકે દરેક પ્રવૃત્તિ કરવી જોઇએ. ઉદાસીન વૃત્તિ માટે ચોખાની કણકીનું દૃષ્ટાંત :– કોઈ એક નગરમાં એક શેઠ રહેતા હતા. તેમનું જીવન સુખી અને સમૃદ્ધ હતું તેમજ સાદાઈ અને ધાર્મિક વિચારોથી યુક્ત હતું. Page #130 -------------------------------------------------------------------------- ________________ 130 ઈ લા; આગમસાર–પૂર્વાર્ધ કોઈ સમયે તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. અશુભ કર્મોનો પ્રભાવ જામ્યો. તેના વ્યાપારમાં અવરોધ આવ્યો. માલ–દુકાન પણ વેંચાઈ ગયા. મહા મહેનતે એક દિવસનું ગુજરાન ચાલે એવી પરિસ્થિતિ આવી ગઈ. બેઈમાની અને ચાપલૂસી તેમણે જીવનમાં સર્જી જ ન હતી. સંકટની ઘડીઓમાં પણ તે સંતોષ અને મહેનતથી આજીવિકા ચલાવતા રહ્યાં. કર્મનો ઉદય વધારે તીવ્ર બનતો ગયો. ભૂખ્યા જ સૂવાનો ટાઈમ આવ્યો. જ્યારે બાળકોને ભૂખ્યા રહેવાનો સમય આવ્યો ત્યારે શેઠ શેઠાણીનું ખૂટી ગયું. એકબીજાની સલાહ લઈને નિર્ણય લીધો કે અત્યારે સ્થિતિ એવી આવી ગઈ છે કે, ક્યાંયથી ચોરી કરીને કામ ચલાવવું. ઇચ્છા ન હોવા છતાં શેઠને સંમત થવું પડ્યું. કહ્યું પણ છે કે મુંજાયેલો માણસ શું નથી કરતો !” ચોરી કરવી, ક્યાં કરવી?, જ્યાં ચોરી કરીશ તે જો ગરીબ હશે તો દુઃખી થશે. કેટલાય શેઠ તો અતિ લોભી કંજૂસ હોય છે. તેને ચોરીથી બહુ દુઃખ થશે. આપણું દુઃખ મટાડવા માટે કોઈને દુઃખી શા માટે કરવા! વિચાર વધતા–વધતા શેઠે રાજાના ભંડારમાં ચોરી કરવાનો નિર્ણય ક્યો. વિચાર્યું કે ત્યાં તો ભંડાર ભરપૂર છે કોઈને વધારે કષ્ટ નહી થાય. શેઠ તૈયારી કરી અર્ધરાત્રિએ ચોરી કરવા ચાલ્યો. મનમાં સંકલ્પ ર્યો કે હું ખોટું બોલીશ નહી. સામે રસ્તામાં રાજા પોતે જ સિપાઈના વેશમાં મળ્યા, રાજાએ પૂછયું ત્યારે સરળભાવથી પોતે ચોર છે એમ બતાવી દીધું. તેવા પૂર્ણ સત્ય ઉત્તરમાં રાજ ભંડારમાં ચોરી કરવાની વાત પણ સ્પષ્ટ કરી દીધી. રાજાએ મજાક જાણીને છોડી દીધો. શેઠ રાજભંડારમાં પહોંચ્યો, સંયોગથી તેને કોઈ રોકી શક્યું નહી. અને રાજ ભંડારમાં પ્રવેશ ક્ય. ક્રમથી અંદર–અંદર આગળ વધવા લાગ્યો. હીરા, પના, માણેક, મોતી, સોના ચાંદી, ઝવેરાત, બહમલ્ય કપડા. મેવા મિષ્ટાન, ધાન્ય કોઠાર બધું જોઈ લીધું. ક્યાં ય મન લલચાયું નહીં. શેઠે વિચાર ર્યો કે ભૂખના દુઃખથી ચોરી કરવા નીકળ્યો છું તો ફક્ત પેટ ભરવાનું સાધન જ ચોરવું. બીજો કોઈ લોભ કરવાની કોઈ આવશ્યકતા નથી. જે સામાન્ય ચીજથી બે ચાર દિવસનું ગુજરાન ચાલી શકે તેટલી જ વસ્તુ લેવી. એટલા સમયમાં કોઈ પણ ધંધો હાથમાં આવી જશે. આ પ્રકારનો વિચાર કરતાં કરતાં જોતાં-જોતાં તેને ચોખાની કણકી એક વાસણમાં જોવામાં આવી. પાંચ-દસ શેર કપડામાં ભરી, બાંધી અને ચાલ્યો. માર્ગમાં તે જ રાજા ફરી મળ્યા. રાજાએ પૂછ્યું. શેઠે કહ્યું હું રાજભંડારમાં ચોરી કરીને આવ્યો છું. આમ સાચેસાચું કહી દીધું ચોખાની કણકી ભરીને લાવ્યો છે. રાજાએ ખોલીને જોઈ લીધું અને તેની પાછળ ગત રૂપથી આવીને ઘરને ૨ રાજપુરુષો અને ભંડારીઓએ તાળો તૂટવાની જાણકારી થવા પર ઘણો બધો માલ પોત પોતાના ઘરોમાં પહોંચાડી દીધો. સવાર પડતાં રાજ ભંડારમાં થયેલી ચોરીની વાત જાહેર થઈ. રાજ સભામાં ચર્ચાઓ થઈ રાજાએ કર્મચારીઓ પાસેથી વાત સાંભળી. જેણે રાત્રે ચોરી કરી હતી તે શેઠને નોકર દ્વારા બોલાવવામાં આવ્યો. બધાની સામે પૂછ્યું- તમે કોણ છો? શેઠે જવાબ આપ્યો કે હું દિવસનો શાહુકાર અને રાત્રિનો ચોર છું અને પોતાની હકીકત બતાવતાં કહ્યું કે આ કારણે ચોખાની કણકીની ચોરી કરી છે. રાજાને બહુ દુઃખ થયું કે આવા ઈમાનદાર અને સાચા લોકો મારા રાજ્યમાં દુ:ખી થઈ રહ્યા છે અને કર્મચારી અથવા ભંડારી બનેલા આ લોકો પોતે ચોરીઓ કરે છે. રાજાએ શેઠને પોતાના ભંડારનો પ્રમુખ બનાવ્યો અને કર્મચારીઓને યોગ્ય દંડ અને શિક્ષા આપી. શિક્ષા – જે રીતે શેઠને લાચારી અને ઉદાસીનતાથી ચોરી કરવાને માટે વિવશ થવું પડ્યું, તે ઉદાસીનતા અને લાચારીના કારણે તેને ચોરીનો દંડ ન મળતા ઈનામ અને આદર મળ્યો. શ્રાવકને પણ ઉદાસીનતા પૂર્વક કરાયેલા સાંસારિક કાર્યોનું પરિણામ નરક તિર્યંચ ગતિના રૂપમાં ન મળતાં દેવભવ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મનુષ્ય ભવ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. શેઠે ચોરી કરવામાં ખુશી માની ન હતી. તેવી જ રીતે શ્રાવક સંસારમાં રહીને જે કોઈ પણ પાપકાર્ય કરે છે તેમાં તેની ઉદાસીનતા હોવી જોઇએ. માત્ર જીવન નિર્વાહનું જ લક્ષ્ય હોવું જોઇએ. કર્મબંધ અને પરભવનો હંમેશા વિચાર રાખવો જોઇએ. ધન સંગ્રહ પણ જેટલી જરૂર હોય તેટલો જ કરવો વધારે ન કરવો જોઇએ. જો પુત્ર કપૂત છે તો ધન સંચય શા માટે?, અને પુત્ર સપૂત છે તો ધન સંચય શા માટે? આવશ્યક્તા હોય ત્યાં સુધી ગૃહસ્થ જીવનમાં કાર્ય કરવું પડે છે પરંતુ આવશ્યક્તાઓને ઓછી કરવી એ પણ ધર્મજીવનું મુખ્ય કર્તવ્ય હોય છે. 1 એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે શ્રાવક જીવનમાં કોઈની સાથે વેર વિરોધ કષાય કલુષિતને લાંબા સમય સુધી રાખવા ન જોઇએ. જલ્દીથી સમાધાન કરીને સરલ અને શાંત બની જવું જોઈએ. કષાયની તીવ્રતાથી સમક્તિ ચાલ્યું જાય છે. માયા કપટ, પ્રપંચ, ધૂર્તતા, ઠગાઈ અને બીજાના અવગુણ અપવાદ આ બધા દુર્ગુણો ધર્મી જીવનના તેમજ સમક્તિના મહાન દૂષણ છે. તેને જીવનમાં જરાય સ્થાન ન આપતા હંમેશાં તેનો ત્યાગ કરીને જીવનને સુંદર અને શાંત બનાવવું જોઈએ. વ્રતધારી શા માટે બનવું?:જીવ અનાદિકાળથી ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં સુધી જીવ મિથ્યાત્વ, પ્રમાદ, કષાય, અવ્રત, સ્વરૂપ કમેબધ કરતાં રહેશે ત્યાં સુધી જન્મ, જરા અને મરણના ચક્કરમાં તેમજ દુ:ખોની પરંપરામાં પરિભ્રમણ કરતો રહેશે. આવી અવસ્થા જીવનનું અસંસ્કૃત રૂપ છે. સદ્ગુરુની કૃપા પામીને શુદ્ધ શ્રદ્ધાની સાથે સજ્ઞાનની પ્રાપ્તિ કરીને ચારિત્ર માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ કરવો એજ જીવનનું સંસ્કૃત રૂપ છે. ચારિત્ર વિકાસને માટે જ વ્રતોનું આયોજન કરાયું છે, ભાગ્યશાળી જીવો જ તેનું પાલન કરે છે. શાસ્ત્રોમાં જીવોને માટે ચાર વાત દુર્લભ કહી છે. (ચત્તારિ પરમંગાણી, દુલહાણીહ જંતુણો.- માણસત્ત, સુઈ, સદ્ધા, સંજમમ્મિ ય વરિયં) ઉત્તરાધ્યયન અ.-૩ ગા.-૧ આ ગાથાનો ભાવાર્થ છે કે આ સંસારમાં પ્રાણીઓને માનવદેહ મળવો દુર્લભ છે. માનવ દેહ મળ્યા પછી વીતરાગ ધર્મ મળવો દુર્લભ છે. કદાચ ધર્મ પ્રાપ્ત થઈ પણ જાય તો શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. તેથી પણ આગળ ધર્મનું આચરણ કરવું અત્યંત કઠિન છે અર્થાત્ શ્રાવક વ્રત અથવા સંયમ ગ્રહણ કરવો તેમજ તેની આરાધના કરવી મહાન દુષ્કર છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ jainology 131 આગમસાર ચાર ગતિમાં મનુષ્ય ગતિ જ એક એવી ગતિ છે કે જેમાં જીવ ફક્ત ધર્મનું આચરણ જ નહિ પરંતુ કર્મોના બંધનને તોડીને મુક્ત પણ થઈ શકે છે. માનવભવમાં જીવને જે આધ્યાત્મિક વિવેક શક્તિ પ્રાપ્ત થાય છે તેવી શક્તિ બીજા કોઈ ભવમાં સુલભ નથી. તેથી મનુષ્યભવ પામીને તેને સફળ કરવાનો હંમેશાં પ્રયત્ન કરવો જોઈએ. વ્રત ધારણ કરવાથી ચારિત્રનો તો વિકાસ થાય જ છે પરંતુ સાથે સાથે નિરર્થક આશ્રવથી-કર્મબંધથી બચી જવાય છે. ફળસ્વરૂપે કર્મબંધ ઘણો ઓછો થઈ જાય છે. વ્રતી જીવનું નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ કરવાનું બંધ થાય છે. તેમનું વર્તમાન જીવન પણ શાંત અને સુખમય બની જાય છે. આત્મા જ્યારે વિકાસની તરફ આગળ વધે છે ત્યારે તેને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આત્મ શાંતિની ઉપલબ્ધિ થાય છે તે શબ્દો દ્વારા વર્ણવી શકાતી નથી. તેથી દરેક સગૃહસ્થ પોતાના જીવનને વ્રતમય બનાવવું અત્યંત આવશ્યક છે, સાથે સાથે તે સાધનાને ઉત્તરોત્તર વધારતા રહે, તો જ માનવભવ સાર્થક બને છે. બાર વ્રતોનું પ્રયોજન સમ્યક્ત્વ પ્રયોજન - સાધના જીવનમાં ધર્મના સાચા માર્ગનું તેમજ તે માર્ગના ઉપદેષ્ટાનું જ્ઞાન હોવું અને તેના પ્રત્યે શ્રદ્ધા ભક્તિ થવી, તે આત્મ કલ્યાણનું મુખ્ય અંગ છે. મોક્ષાર્થી સાધક જ્યાં સુધી જીવ અજીવને, હેય–ઉપાદેયને, પુણ્ય-પાપને, ધર્મ–અધર્મને સારી રીતે સમજે નહિ, સમ્યફ રૂપથી શ્રદ્ધા કરી શકે નહિ, ત્યાં સુધી તેનું આચરણ ફળ આપનાર બનતું નથી. કહ્યું છે કે એક સમકિત પાયે બિના, જપ તપ કિરિયા ફોક.જૈસે મુરદો શિણગારવો, સમજ કહે ત્રિલોક. તેથી વ્રત ધારણ કરતાં પહેલાં તત્વોનું જ્ઞાન અને સાચી શ્રદ્ધા હોવી અત્યંત જરૂરી છે. શ્રદ્ધા કરવાના તત્ત્વ બે પ્રકારના કહેલ છે– (૧) જીવાદિ નવતત્ત્વ (૨) દેવ, ગુરુ, ધર્મ ત્રણ તત્ત્વ. આ બંને પ્રકારના તત્ત્વોનું સાચું જ્ઞાન તથા સાચી શ્રદ્ધા થવી તે જ સમ્યકત્વ છે. તેના વગર સાધુપણું અથવા શ્રાવકપણું એકડા વિનાના મીંડા સમાન છે. તેથી સર્વ પ્રથમ સમ્યત્વની પ્રતિજ્ઞાનું કથન કરવામાં આવ્યું છે. દેવ, ગુરુ, ધર્મ તત્ત્વનું સામાન્યજ્ઞાન :- દેવઃ- સર્વજ્ઞ, સર્વદર્શી અરિહંત (તીર્થંકર) અને સિદ્ધ ભગવાન આરાધ્ય દેવ છે. ગુરુ:– મહાવ્રત સમિતિ ગુપ્તિ યુક્ત તેમજ ભગવ આજ્ઞાઓનું પાલન કરવાવાળા આરાધ્ય-ગુરુ છે. તેઓ નિગ્રંથ કહેવાય છે. વર્તમાનમાં (૧) બકશ (૨) પ્રતિસેવના (૩) કષાય કશીલ આ ત્રણ નિગ્રંથ હોય છે. ધર્મ-પાપ ત્યાગ રૂ૫ અહિંસા પ્રધાન અને સંવર-નિર્જરામય ધર્મ આરાધ્ય ધર્મ છે. કર્મ, પુનર્જન્મ, પરલોક, જીવ, અજીવ, પુષ્ય, પાપ, વ્રત, નિયમ, સંયમ, તપ, જ્ઞાન વગેરે શ્રદ્ધા કરવા યોગ્ય ધર્મ તત્ત્વ છે, તેનો સમાવેશ નવ તત્ત્વોમાં થઈ જાય છે. આ તત્વોનું જ્ઞાન કરીને, સમ્યફ શ્રદ્ધા કરવી તેને સમ્યક દર્શન કહે છે. સમીકીત વગરનું એકલું ચારિત્ર હોઇ ન શકે. બેઉ સાથે જ હોય છે. એકલ સમકીત પણ ચારિત્ર વગર એક બે ભવ સધી જ રહી શકે. તેથી વધારે ભવ ચારિત્ર વગરના પસાર થાય. તો આત્માને મિથ્યાત્વની પરિણતી થઈ જાય છે. તેથી સમકિતની પ્રાપ્તી પછી વ્રત ધારણ કરવા, એ પણ આત્મવિકાસને માટે અત્યંત અગત્યનું પગથીયું છે. પહેલા વ્રતનું પ્રયોજન -(સવૅ જીવા વિ ઇચ્છતિ, જીવિયન મરિસ્જિઉ. તમ્મા પારંવાં ઘોર, સિગૂંથા વયંતિ ) 1 દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છોડ્યુિં, જબ લગ ઘટ મેં પ્રાણ સંસારનો કોઈપણ જીવ મરવાનું કે દુઃખી થવાનું ઇચ્છતો નથી. તેથી પ્રાણીઓનો વધ કરવો ઘોર પાપ છે. તેનાથી જીવ નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ કરે છે અને અનેક જીવોની સાથે વૈરનો અનુબંધ કરીને સંસારની વૃદ્ધિ કરે છે. તેથી સ્થૂલ હિંસાનો ત્યાગ તેમજ સૂક્ષ્મ હિંસાની મર્યાદા કરવા માટે શ્રાવકનું પહેલું વ્રત કહ્યું છે. બીજા વ્રતનું પ્રયોજન -(મુસાવાઓ ય લોગમિ, સવ્વસાહહિં ગરહિઓ.અવિસ્સાસો ભૂયાણ, તન્હા મોસંવિવએ) સાંચ બરાબર તપ નહીં, નહીં જૂઠ બરાબર પાપ.જોકે હૃદય સાંચ હૈ, તાઁકે હૃદય આપ. જૂઠને લોકમાં બધા મહાત્માઓએ છોડવા યોગ્ય કહ્યું છે. અસત્યભાષી એટલે ખોટું બોલવાવાળાનો વિશ્વાસ ખત્મ થઈ જાય છે, તેનો સર્વ જગ્યાએ અવિશ્વાસ ફેલાઈ જાય છે. શાસ્ત્રમાં સત્યને ભગવાનની ઉપમા આપી છે. તેથી સત્યને પૂર્ણરૂપથી ધારણ કરવાવાળા પોતે પરમાત્મ સ્વરૂપ બની જાય છે. તેથી લઘુ સાધક શ્રાવકના જીવનમાં સ્થૂલ અસત્યનો ત્યાગ હોય તેમજ સૂમ જૂઠમાં વિવેક વધે તેને માટે બીજું વ્રત કર્યું છે. ત્રીજા વ્રતનું પ્રયોજનઃ ચોરી કર જોલી ભરી, ભઈ છિનકમેં છાર એસે માલ હરામ કા, જાતા લગે ન વાર. ચોરી કરવાવાળાનું જીવન અનૈતિક હોય છે. કલંકિત હોય છે. ચોરી કરવાવાળો હંમેશાં ભયભીત હોય છે. તેની લોભવૃત્તિ વધતી જાય છે. ક્યારેક ચોરી કરતા પકડાઈ જાય તો તે શારીરિક અને માનસિક ઘોર કષ્ટ ને પ્રાપ્ત કરે છે. ચોરીથી પ્રાપ્ત થયેલા ધનથી જીવને ક્યારેય પણ શાંતિ કે સુખ મળી શક્યું નથી. કહ્યું પણ છે રહેન કોડી પાપ કી, જિમ આવે તિમ જાય-લાખો કા ધન પાય કે મરે ન કફન પાય. તેથી શ્રાવક આવા ધૃણાસ્પદ નિંદનીય કાર્યથી દૂર રહે. તેને માટે ત્રીજું વ્રત સ્વીકારવું જરૂરી છે. આમાં મોટી ચોરીનો ત્યાગ હોય છે. ચોથા વ્રતનું પ્રયોજન - અખંભચરિયું ઘોરં, પમાયંદુરતિક્રિય. - દશવૈ. અધ્ય.-૬ મૂલમેય મહમ્મસ્ય, મહાદોષસમસ્સય.–દશવૈ. અધ્ય.-૬ કુશીલ અધર્મનું મૂળ છે અને તે મહાન દોષોને ઉત્પન કરવાવાળું છે અર્થાત્ અનેક દોષ, અનેક પાપ અને અનેક દુઃખોની પરંપરાને વધારવાવાળું આ કુશીલ પાપ છે. શ્રમણોને તેનો સર્વથા ત્યાગ હોય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 132 શ્રાવક પણ ધર્મ સાધના કરવાનો ઇચ્છુક હોય છે તેથી તેને પણ કુશીલ પર અંકુશ રાખવો જોઇએ. પરસ્ત્રી સેવનનો ત્યાગ કરવો . તેમજ પોતાની સ્ત્રી સંબંધી પણ કુશીલ પ્રવૃત્તિને મર્યાદિત કરવી, કુશીલનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવાથી વ્યક્તિ બુદ્ધિ, બલ, સ્વાસ્થ્ય તેમજ જીવન વિકાસની તરફ આગળ વધે છે. બધા તપોમાં અર્થાત્ ધર્માચરણોમાં બ્રહ્મચર્ય ઉત્તમ તપ છે, ઉત્તમ આચાર છે.( તવેસુ વા ઉત્તમ બંભચેર)-સૂત્રકૃતાંગ, અધ્ય.-૬. પાંચમા વ્રતનું પ્રયોજન – ઇચ્છા હું આગાસ સમા અર્ણતયા . –ઉત્ત–૯ ઇચ્છાઓ આકાશ જેવી અસીમ અનંત છે. જહા લાહો તહા લોહો, લાહા લોહો પવદ્ગઇ . —ઉત્ત−૮ જયાં લાભ ત્યાં લોભ છે.લાભથી લોભ વધે છે. ‘મહારંભી મહાપરિગ્રહી ’ નરકનું આયુષ્ય બાંધે છે. –ઠાણાંગ-૪ વિયાણિયા દુક્ખ વિવન્દ્વા ધણું, મમત્ત બંધં ચ મહા ભયાવહૈ . —ઉત્ત. ૧૯ ધન અને તેનું મમત્વ દુ:ખની વૃદ્ધિ કરવાવાળું છે અને આત્માને દુર્ગતિમાં લઈ જવાવાળું હોવાથી મહા ભયવાળું છે. જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભ પણ વધતો જાય છે. મહાપરિગ્રહી નરકનું આયુષ્ય બાંધે છે. તેથી મોક્ષાર્થી સાધકે પોતાની ઇચ્છાઓ, પરિગ્રહ અને મમત્ત્વને મર્યાદિત કરવું આવશ્યક સમજવું જોઇએ. આ વ્રતમાં ગૃહસ્થ જીવનની આવશ્યક્તા અનુસાર પરિગ્રહની મર્યાદા કરવાનો જ મુખ્ય ઉદ્દેશ છે. છઠ્ઠાવ્રતનું પ્રયોજન : = આ છઠ્ઠું દિશાવ્રત પાંચ મૂળ અણુવ્રતોને પુષ્ટ કરવાવાળું છે અર્થાત્ તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાવાળું છે. લોકમાં જેટલા પણ ક્ષેત્રો છે અને તેમાં જે ક્રિયાઓ ચાલી રહી છે તેનો ત્યાગ નહિ કરવાથી સૂક્ષ્મક્રિયાઓ આવતી રહે છે. દિશાઓની મર્યાદા કરવાથી તેની આગળ જવાનો અથવા પાપ સેવન કરવાનો ત્યાગ થઈ જાય છે. ત્યારે ત્યાંની આવવાવાળી ક્રિયાઓ બંધ થઈ જાય છે તેથી શ્રાવકે પોતાને આવશ્યક થતી સીમાને નક્કી કરીને તે ઉપરાંત આખા લોકમાં પ્રવૃત્તિ કરવાનો કે કરાવવાનો ત્યાગ કરવો જોઇએ. જેમ કોઈ મકાનના ઓરડાઓનો ઉપયોગ ન હોય તો બંધ કરી દેવાય છે કે જેથી તેમાં ધૂળ કચરા ભરાઈ ન જાય. ખુલ્લા રાખવાથી ધૂળ વગેરે ભરાઈ જાય છે. તેવી જ રીતે દિશાઓની સીમા નક્કી કરી દેવાથી અને તે ઉપરાંતનો ત્યાગ કરી દેવાથી તે પાપ ક્રિયાઓનો આશ્રવ બંધ થઈ જાય છે. તેથી શ્રાવકને માટે છ દિશાઓની મર્યાદારૂપ આ વ્રત કહ્યું છે; તેને ધારણ કરવું અત્યંત સરળ છે. ન સાતમા વ્રતનું પ્રયોજન : = લોકમાં ખાવાના તેમજ ઉપયોગમાં લેવાના ઘણા પદાર્થ છે, તેમજ વ્યાપાર ધંધા પણ અનેક છે તેનો ત્યાગ કરવાથી જ ત્યાગી થવાય છે અને ત્યાગ નહિ કરવાથી તેની ક્રિયા હંમેશા આવતી રહે છે. છઠ્ઠા વ્રતથી ક્ષેત્રની મર્યાદા થઈ જવા પર તે ક્ષેત્રમાં રહેલા પદાર્થોની તેમજ વ્યાપારોની મર્યાદા કરવી પણ અતિ જરૂરી છે તેથી ૨૬ બોલ તેમજ વ્યાપારોની મર્યાદાને માટે આ સાતમું વ્રત ધારણ કરવું જોઇએ. તેમાં પંદર (કર્માદાન) અતિ પાપ બંધ કરવાવાળા ધંધાઓનો ત્યાગ કરવાની પ્રેરણા પણ છે. સંભવ હોય તો શ્રાવકે તેનો પૂર્ણરૂપે ત્યાગ કરવો જોઇએ. આઠમાં વ્રતનું પ્રયોજન ઃ યોગ્ય ખર્ચ કરવો ભલો, ભલો નહીં અતિ ભાય .લેખન ભર લિખવો ભલો, નહીં રેડે લખાય. શેઠે ઉપાલંભ આપિયો, નિરર્થક ઢોળયો નીર .રોગ હરણ મોતી દિયો, ગઇ બહૂકી પીર શાહીથી લખવાવાળા મર્યાદિત કલમ ભરીને લખે છે પરંતુ કાગળ પર શાહી ઢોળતાં નથી તેવી જ રીતે યોગ્ય અને આવશ્યક ખર્ચ કરવો જ ઉચિત્ત હોય છે. આત્માને માટે પણ આમ સમજવું જોઇએ કે શ્રાવક ને અત્યંત આવશ્યક સાંસારિક કાર્ય સિવાય નિરર્થક પાપ ન કરવું, તેનાથી અવિવેક અને અજ્ઞાન દશાવાળા અનર્થ દંડ થાય છે. નિરર્થક એક લોટો પાણી પણ વાપરવું અથવા ફેંકવું શ્રાવકને પસંદ હોતું નથી અને આવશ્યક હોવા પર સાચા મોતીનો પણ ખર્ચ કરી નાખે છે. બસ આ જ વિવેક જાગૃત કરવાને માટે આઠમું વ્રત છે. ગૃહસ્થમાં રહેવાવાળાને કેટલાક કાર્ય આવશ્યકતા અનુસાર કરવા પડે છે તે સંબંધી આશ્રવ અને બંધ પણ તેને થઈ જાય છે પરંતુ જે કર્માશ્રવ અને બંધ નિરર્થક અવિવેક, આળસ અને અજ્ઞાનતાથી થાય છે તેને રોકવાને માટે શ્રાવકે જ્ઞાન અને વિવેકની વૃદ્ધિ કરવી જોઇએ તથા આળસ, લાપરવાહીને દૂર કરીને સાવધાની સજાગતા જાગરૂકતા રાખવી જોઇએ. અજ્ઞાનદશાથી કરવામાં આવતી અથવા વિકૃત પરંપરાથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને જ્ઞાન અને વિવેકના સામંજસ્યથી છોડી દેવી જોઇએ. તે પ્રવૃત્તિઓ મન, વચન અને કાયાથી કરવામાં આવે છે. અનર્થદંડના ચાર ભેદોમાં આ ત્રણનો સમાવેશ થઈ જાય છે. તેથી શ્રાવકે અનેક મર્યાદાઓ કરવાની સાથે ચાર પ્રકારના અનર્થ દંડના સ્વરૂપને સમજીને તેનો પણ ત્યાગ કરવો જોઇએ. તેમ કરતાં અનેક વ્યર્થના કર્મબંધથી આત્માની સુરક્ષા કરી શકાય છે. સમગ્ઝ શંકે પાપ સે, અણસમઝૂ હરખંત .વે લૂખ્ખા વે ચીકણા, ઇણ વિધ કર્મ બંધંત . સમઝ સાર સંસાર મેં, સમઝૂ ટાલે દોષ .સમઝ સમઝ કર જીવડા, ગયા અનંતા મોક્ષ . નવમા વ્રતનું પ્રયોજનઃ– લાખખાંડી સોના તણુ લાખ વર્ષ દે દાન .સામાયિક તુલ્ય આવે નહીં, ઇમ નિશ્ચય કર જાણ . પહેલા આઠ વ્રતોમાં મર્યાદાઓ કરવામાં આવી છે આ વ્રતમાં મર્યાદા અથવા પાપનો આગાર ન રાખતા થોડા સમયને માટે પાપોની સાવધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરાય છે. પૂર્વાચાર્યોએ તેનો સમય ૪૮ મિનિટનો નક્કી ર્યો છે. તેથી ઓછામાં ઓછી ૪૮ મિનિટ સુધી રોજ શ્રાવકે બધી પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરીને તે સમયમાં ધર્મ જાગરણ કરીને આત્માની ઉન્નતિ કરવાને માટે તેમજ આત્માને શિક્ષિત કરવાને માટે સામાયિક વ્રત અવશ્ય ધારણ કરવું જોઇએ. આ વ્રતને ધારણ કરવામાં પોતાની ઇચ્છાનુસાર સામાયિક કરવાની સંખ્યાને નક્કી કરી લેવી જોઇએ. Page #133 -------------------------------------------------------------------------- ________________ jainology 133 આગમસાર દશમા વ્રતનું પ્રયોજન - પૂર્વ વ્રતોમાં જે જે મર્યાદાઓ જીવનભરને માટે કરાયેલી છે તેને દૈનિક મર્યાદામાં સીમિત કરવી તે આ વ્રતનો ઉદ્દેશ છે. જીવનભરના લક્ષ્યથી સીમાઓ વધારે વધારે રાખવામાં આવે છે પરંતુ દરરોજ એટલી જરૂર હોતી નથી. તેથી વિશાલ ક્રિયાને સીમિત કરવાને માટે શ્રાવકે દૈનિક નિયમ પણ ધારણ કરવા અત્યંત જરૂરી હોય છે ત્યારે જ તેના પાપ કર્મનો આશ્રવ રોકવાનો ઉદ્દેશ પૂર્ણ રીતે સફળ થઈ શકે છે. તેથી ૩૪ નિયમ ધારણ કરવા રૂપ આ દેશાવગાસિક વ્રત છે. તેમાં ૨૪ કલાકને માટે અનેક નિયમ ધારણ કરી શકાય છે. આ વ્રતને ધારણ કરવું અત્યંત સરળ અને લાભકારક છે તેથી બધા શ્રાવકોએ આ વ્રત ધારણ કરવું જોઇએ. અગિયારમા વ્રતનું પ્રયોજન - દિવસભર મહેનત કરવાવાળાને જેમ રાત્રે વિશ્રામની જરૂર હોય છે તેજ રીતે શ્રાવક ગૃહસ્થ જીવનમાં હંમેશાં આત્માના કર્મબંધરૂપ ભાર વહન કરવાનો જે ક્રમ ચાલુ છે, આશ્રવોની જે પ્રવૃત્તિઓ ચાલુ છે તેમાંથી મહિનામાં ઓછામાં ઓછા છ દિવસ વિશ્રાન્તિ મળવી જરૂરી છે. તેથી આગમોમાં વર્ણિત કેટલાય શ્રાવક મહિનામાં છ છ પૌષધ કરતા હતા. સરકાર પણ શ્રમિકોને માટે રવિવાર આદિની રજા આ વિશ્રાંતિના ઉદ્દેશથી રાખે છે. તેથી શ્રાવકોએ મહિનામાં તેમજ વર્ષમાં કોઈ દિવસ એવા કાઢવા જોઇએ કે જેમાં તે આખો દિવસ ધર્મ આરાધના કરી શકે. તેને માટે આ શ્રાવકનું અગિયારમું વ્રત છે– તેને ધારણ કરવાથી જ પૂર્ણ આત્મસાધના થઈ શકે છે. અલ્પ શક્તિવાળા સાધક આ વ્રતમાં આહાર કરીને પણ પાપત્યાગરૂપ (દેશાવગાસીક)પૌષધ સ્વીકારી આત્મસાધના કરી શકે છે. બારમા વ્રતનું પ્રયોજન:ગૃહસ્થ જીવનની સાધના, એ અધૂરી સાધના છે; પરિસ્થિતિ તેમજ લાચારીની સાધના છે. વાસ્તવમાં પૂર્ણરૂપે સાધના તો સંયમ જીવનથી જ સંભવિત છે. શ્રાવકની હંમેશાં મનોકામના–મનોરથ હોય છે કે હું ક્યારે સાધુ બનું અને સંયમજીવનનો સ્વીકાર કરું. જ્યાં સુધી તે પોતાના મનોરથને પૂર્ણ કરી શકતો નથી ત્યાં સુધી શ્રમણ ધર્મની અનુમોદનારૂપે શ્રમણ નિગ્રંથોની સેવા ભક્તિ કરે. તેમાં પોતાની ભોજન સામગ્રી તેમજ અન્ય સામગ્રીથી તેઓનો સત્કાર, સન્માન કરીને તેમના સંયમમાં સહયોગી બનીને, તેમની સાધનાને શ્રેષ્ઠ માનતો થકો અનુમોદન કરે છે તેનાથી તે મહાન કર્મોની નિર્જરા કરે છે. તેથી ગૃહસ્થ જીવનમાં રહેવાવાળાઓને માટે સહજ લાભના અવસર રૂપ આ બારમું વ્રત કહ્યું છે. તેના પાલનથી. જિનશાસનની ભક્તિ થાય તેમજ ગુરુ સેવાનો આનંદ પણ પ્રાપ્ત થાય છે. આ વ્રતમાં ભિક્ષાના દોષો ન લગાડતાં શુદ્ધ ભાવોથી દાન દેવામાં આવે છે. તે દાનને સુપાત્રદાન કહે છે. તેમાં કોઈપણ પ્રકારની લોકેષણા કરવામાં આવતી નથી. ફક્ત ગુરુ ભક્તિ, સંયમચર્યાનું અનુમોદન અને કર્મોની નિર્જરાનો હેતુ હોય છે. નિયમોથી યુક્ત તેમજ દોષ રહિત દાનનો અને ભાવોની પવિત્રતાનો તથા લેવાવાળા પાત્ર નિર્મળ આત્માનો સંયોગ મળી જવા પર આ વ્રત પ્રક્રિયાનું મહત્વ ઘણુંજ વધી જાય છે. ગાયને ઘાસના ન્યાયથી ધોવણ પાણીની સમજણ એક હિંદુ માન્યતા વાળા ઘરમાં સાધુએ પાણીની પૃચ્છા કરી, ધોવણ પાણીની પૃચ્છા કરતાં સુજતું કલ્પનીય ધોવણ પાણી તે ઘરમાં હતું. પણ ગૃહિણીની માન્યતા હતી કે જેવું દાન આપીએ તેવું જ પામીએ. તેથી તેણીએ પાણી સિવાય કાંઇ બીજું દાન વહોરાવવા જણાવ્યું. તેણીનું કહેવું હતું કે “જે પાણી હું નથી પી શકતી તે બીજાને પણ પીવા ન આપી શકું'. સાધુએ તેની દાનની ભાવના જાણી સમજણ આપતા કહ્યું કે “તમારી ગાયને તમે ઘાસ આપો છો તો શું તે ઘાસ તમને ખાવા યોગ્ય છે? નથી જ ને. તો પણ તે ઘાસની બદલીમાં તમને ગાય દૂધ આપે છે. તો શું તમારી માન્યતા પ્રમાણે તમને ઘાસનાં બદલામાં ઘાસનો જ લાભ મળશે? નહિંજ ને. તેવીજ રીતે આ ધોવણ પાણી એજ અમારી જરૂરીયાત છે. તેથી દાનનો લાભ તમને તેવાજ પાણીથી નહિં પણ તમારી દાન દેવાની ભાવના અનુસાર સારા પરિણામોથી જ મળશે. દાનનો લાભ વસ્તુની કિંમત પર આધારીત નથી હોતો પણ દાન દેવાની પધારીત હોય છે. ગૃહિણીની શંકાનું સમાધાન થઇ જતાં તેણીએ પછી તે ધોવણ પાણી સાધને વહોરાવ્યું. શ્રાવકના બાર વ્રતોને ધારણ કરવાની સ્પષ્ટ તેમજ સરળ વિધિ સમ્યક્ત્વ – દેવ ગુરુ ધર્મની શુદ્ધ સમજ રાખીશ અને સુદેવ, સુગુરુને ભક્તિપૂર્વક વિનય અને વંદન કરીશ. કુદેવ, કુગુરુનો વિનય અથવા વંદનની પ્રવૃત્તિ સમાજ વ્યવહારથી તથા આવશ્યક પરિસ્થિતિથીમાં કરવી પડે તો તેનો આગાર. પ્રતિક્રમણમાં ઉપલબ્ધ અણુવ્રતોના પાઠોના આધારથી વ્રત ધારણનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે. (૧) પહેલું વ્રતઃ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ (સ્થૂલ હિંસાનો ત્યાગ): નિરપરાધી ત્રસ જીવને મારવાની ભાવનાથી મારવાના પચ્ચખાણ, જીવન પર્યંત, બે કરણ ત્રણ યોગથી. અતિચારોને બનતી કોશિશ ટાળવાનું ધ્યાન રાખીશ. અતિચાર:- (૧) નિર્દયતા પૂર્વક ગાઢ બંધનથી કોઈને બાંધવુ (૨) નિર્દયતાપૂર્વક મારપીટ કરવી (૩) નિર્દયતાપૂર્વક કાન, નાક, હાથ, પગ આદિ અવયવ કાપવા (૪) સ્વાર્થવશ શક્તિ ઉપરાંત કોઈપણ પ્રાણી ઉપર અધિક ભાર નાખવો. જેનાથી તેને અત્યંત પરિતાપ પહોંચે અથવા પ્રાણ સંકટમાં પડી જાય. (૫) કોઈ પણ પ્રાણીના નિર્દયતાપૂર્વક આહાર, પાણી બંધ કરવા. આ પાંચ અતિચાર છે. (૨) બીજું વ્રત : સ્થૂલ મૃષાવાદ વિરમણ(મોટા જૂઠનો ત્યાગ) : પાંચ પ્રકારના મોટકા જૂઠ બોલવાનો મારી સમજ તેમજ ધારણા અનુસાર ઉપયોગ સહિત બે કરણ ત્રણ યોગથી જીવન પર્યતા ત્યાગ. અતિચારોને બનતી કોશીશ ટાળવાનો પ્રયત્ન કરીશ. Page #134 -------------------------------------------------------------------------- ________________ 134 આગમસાર–પૂર્વાર્ધ પાંચ પ્રકાર :- (૧) કન્યા-વર સંબંધી અર્થાત્ મનુષ્ય સંબંધી (૨) પશુ સંબંધી (૩) ભૂમિ-સંપત્તિ સંબંધી (૪) થાપણ સંબંધી (૫) ખોટી સાક્ષી સંબંધી(વ્યાપાર તેમજ પરિવાર સંબંધી આગાર). મોટકા (સ્થૂલ) જૂઠની પરિભાષા :- રાજ દંડે, લોક ભંડે(લોકો ધિક્કારે) બીજાઓની સાથે ધોખો થાય, વિશ્વાસઘાત થાય, વગર અપરાધે કોઈને ભારે નુકસાન ભોગવવું પડે, ઇજ્જત તેમજ ધર્મને ઠેસ પહોંચાડવી, જીવન કલંકિત થાય, આવું જૂઠ મોટું– સ્કૂલ હોય છે. તે શ્રાવકને માટે છોડવા યોગ્ય છે. અતિચાર:- (૧) કોઈને ધ્રાસ્કો પડે તેવી વાત કરવી. (૨) કોઈના રહસ્ય,મર્મ પ્રકાશવા.(૩) પોતાની સ્ત્રી અથવા પુરુષના મર્મને ખોલવા (૪) અહિતકારી, ખોટી સલાહ આપવી, ખોટુ બોલવું. (૫) વિશ્વાસઘાત કરીને ખોટા લેખ લખવા. આ પાંચ અતિચાર છે. (૩) ત્રીજું વ્રત: સ્થૂલ અદત્તાદાન વિરમણ(મોટકી ચોરીનો ત્યાગ) :પાંચ પ્રકારની મોટી ચોરીનો બે કરણ ત્રણ યોગથી જીવનપર્યત ત્યાગ. પાંચ અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની કોશિશ કરીશ. પૂલ ચોરીના પાંચ પ્રકારઃ- (૧) ભીંત, દરવાજા આદિમાં છિદ્ર કરીને અથવા તોડીને (૨) વસ્ત્ર, સૂત (ધાગા), સોના આદિની ગાંઠ, પેટી ખોલીને ચોરી કરવી, ખિસ્સા કાપવા આદિ (૩) તાળા તોડીને અથવા ચાવી લગાવીને ચોરી કરવી. (૪) કોઈની માલિકીની કીંમતી વસ્તુ ધણીયાતી જાણવા છતાં રાખી મુકવી, ચોરીની ભાવનાથી લેવી. અતિચાર :- (૧) જાણી બૂઝીને પાંચ પ્રકારની ચોરીની વસ્તુ ખરીદવી. (૨) પાંચ પ્રકારની ચોરી કરવાવાળાને સહાયતા આપવી (૩) રાજ્યનિયમ વિરુદ્ધ આચરણ કરવું (૪) જાણીને ખોટા તોલ અને ખોટા માપ કરવા (૫) વેચવા માટે ચીજ દેખાડ્યા પછી નક્કી કરેલી ચીજને બદલાવીને અથવા મિશ્રણ કરીને આપવી. આ પાંચ અતિચાર છે. (૪) ચોથું વ્રતઃ સ્વદાર સંતોષ, પરદાર વર્જન(પોતાની સ્ત્રીની મર્યાદા, પરસ્ત્રીનો ત્યાગ): (૧) સંપૂર્ણ મૈથુન સેવનનો ત્યાગ અથવા મહિનામાં ( ) દિવસ મૈથુન સેવનનો ત્યાગ (ર) પરસ્ત્રી અને વેશ્યાનો ત્યાગ (૩) ૪૮ વર્ષની ઉંમર પછી લગ્ન કરવાનો ત્યાગ (૪) દિવસમાં મૈથુન સેવનનો ત્યાગ. એક કરણ એક યોગથી તેમજ સોઈ દોરાના ન્યાયથી જિંદગી સુધી. પાંચે અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની શક્ય કોશિશ કરીશ. અતિચાર :- (૧) નાની ઉમરની પોતાની કે થોડા સમય માટે શુલ્ક આપેલી પોતાની કરેલી સ્ત્રીની સાથે કશીલ (મૈથન) સેવન કરવું (૨) સગાઈ કરેલી કન્યાની સાથે વિવાહ પહેલાં મૈથુન સેવન કરવું (૩) અશુદ્ધ રીતથી મૈથુન સેવન કરવું. (૪) પોતાના બાળકો કે પોતાને આશ્રીત ભાઈ–બહેન સિવાય બીજાના લગ્ન કરાવી આપવા (૫) ઔષધિ આદિથી વિકાર ભાવને વધારવો. (પ) પાંચમું વ્રત: પરિગ્રહ પરિમાણ: (૧) ખેતી ઘર વીઘા () વ્યાપાર સંબંધી વીઘા () (૨) મકાન દુકાન કુલ નંગ () (૩) પશુની જાતિ () નંગ (), શેષ કુલ પરિગ્રહ (રૂ.) જેનું સોનું () કિલો પ્રમાણે ચાંદી () કિલો પ્રમાણ. આ મારો અધિકતમ પરિગ્રહ થયો. તે ઉપરાંત પરિગ્રહ રાખવાનો એક કરણ ત્રણ યોગથી ત્યાગ. નવા મકાન () ઉપરાંત બનાવવાનો ત્યાગ. સ્પષ્ટીકરણ :- બીજાની ઉધાર પૂંજી જે વ્યાપારમાં લાગેલી છે તેને મારી નહિ ગણું. જે ચીજની માલિકી વાસ્તવમાં ઘરમાં કોઈ વ્યક્તિની અલગ કરી દીધી હોય તેને મારા પરિગ્રહમાં ગણીશ નહિ. સરકારમાં નામ અલગ-અલગ હોય અને ઘરમાં એકજ હોય તેને હું પરિગ્રહમાં ગણીશ. ભાગીદારીના વ્યાપારમાં બીજાની સંપત્તિને મારી નહિ ગણું. પુત્રવધુની પોતાની વસ્તુ અથવા સામાનને મારા પરિગ્રહમાં નહિ ગણું. પોતાની પત્નીની સંપતિ મારા પરિગ્રહમાં ગણીશ. મકાન, જમીન, પશુ અને વાહનની કિંમત નહિ કરું પરંતુ સંખ્યામાં જ પરિગ્રહનું માપ રાખીશ. મારે આધીન ન ચાલે એવા પુત્રાદિ કંઈપણ કરે તો તેનો આગાર. અતિચાર - પરિગ્રહની જે જે મર્યાદા રાખી છે તેનો અવિવેકથી અજાણપણે તેમજ હિસાબ કરવાનો રહી જતાં કાંઈ ઉલ્લંઘન થયું હોય તો તે બધાને અતિચાર સમજવા અને જાણીને લોભ સંજ્ઞાથી ઉલ્લંઘન થાય તો તેને અનાચાર સમજવો. (૬) છઠ્ઠ વ્રત: દિશા પરિમાણ:પોત પોતાના સ્થાનથી ચારે દિશામાં ( ) કિલોમીટર ઉપરાંત જવાનો ત્યાગ અથવા ભારત ઉપરાંત જવાનો ત્યાગ ( ) અથવા વિદેશ સંખ્યા () ઉપરાંત ત્યાગ. વિદેશ નામ (); ઉપરની દિશામાં કિ.મી. (), નીચેની દિશામાં ફૂટ મ (0. ઉપરની દિશામાં કિ.મી. (), નીચેની દિશામાં ફૂટ ( ) ઉપરાંત જવાનો ત્યાગ, એક કરણ ને ત્રણ યોગથી જીંદગી પર્યત. તાર, ચિટ્ટી, ફોન આદિ પોતે કરવાની મર્યાદા (), દેશની સંખ્યા () ઉપરાંતનો ત્યાગ. આગાર :- સ્વાભાવિક જમીન ઊંચી નીચી હોય તો તેનો આગાર. જે વાહન ખુલ્લા રાખ્યા છે તે જેટલા ઊંચા નીચા જાય તેનો આગાર. આવેલા તાર, ચિટ્ટી, ફોન, રેડિયો, ટી.વી. આદિનો આગાર. નોકરી અથવા શારીરિક કારણ આદિ વિશેષ પરિસ્થિતિનો આગાર. રાજ્ય સંબંધી, દેવ સંબંધી સ્થિતિનો આગાર. પુત્રાદિ મર્યાદિત ક્ષેત્રથી બહાર ચાલ્યા જાય તો તેના સંબંધે વિશેષ પરિસ્થિતિનો આગાર. બનતી કોશિશ બધી પરિસ્થિતિઓથી બચવાનું ધ્યાન રાખીશ. અતિચારઃ- (૧-૩) ઉર્ધ્વ, અધો અને તિરછી દિશા સંબંધી અજાણપણે અને મર્યાદાને ભૂલી જવાના કારણે ઉલ્લંઘન થયું હોય (૪) એક દિશાના પરિમાણને ઘટાડીને બીજી દિશાનું પરિમાણ વધાર્યું હોય. બંને દિશાઓનો સરવાળો તેટલો જ રહે છે માટે અતિચાર છે (૫) યાદ ન રહે અને અંદાજથી જેટલી મર્યાદા ધ્યાનમાં (સ્મૃતિમાં) આવે, તેનું ઉલ્લંઘન કરે; ત્યારપછી ખબર પડે કે વાસ્તવમાં મર્યાદાનું ઉલ્લંઘન થયું નથી, તોપણ તે અતિચાર છે. (૭) સાતમું વ્રત : ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત :નોધ: ૨૬ બોલોની મર્યાદાને ૧૫ બોલોમાં સંક્ષિપ્ત કરી છે. ૧. દાતણ - સચિત્ત (), અચિત્ત ( ), પ્રતિદિન (). ૨. સાબુ ન્હાવાનો () જાતિ, ધોવાનો જાતિ (), પોતાની અપેક્ષાએ. Page #135 -------------------------------------------------------------------------- ________________ jainology 135 આગમસાર ૩. વિલેપન - તેલ, ચંદન, પીઠી, પાવડર, ક્રિીમ આદિની જાતિ (). ૪. સ્નાન – રોજ નંગ () માસમાં નંગ 7 દિવસ () વરસમાં નંગ / દિવસ () એક વખતના જ્ઞાનમાં પાણી () લીટર, વગર માપના પાણીથી સ્નાન કરવાનો ત્યાગ અથવા મર્યાદા ( ). લોકાચારનો આગાર. મહિનામાં () દિવસ સ્નાન કરવાનો ત્યાગ. ૫. વસ્ત્ર – ૧ સૂતર, ઊન આદિ જાતિ () જાવજીવ સુધી (૨) વસ્ત્ર જોડ અથવા નંગ () ઉપરાંત એક સાથે રાખવાનો ત્યાગ. રેશમી વસ્ત્રનો સંપૂર્ણ ત્યાગ. (રેશમના કીડાઓને જીવતા ગરમ પાણીમાં નાખી તાતણાં ભેગા કરાય છે.) ૬. શયન – સુવા બેસવાના નંગ રોજ (). ૭. કુસુમ (ફૂલ) – સુંઘવાના ફૂલોની જાતિ (), અત્તરાદિ જાતિ (), માળા જાતિ (), ભૂલનો, દવાનો અને પરીક્ષાનો આગાર. ૮. આભૂષણ – ઘડિયાળ આદિ એક સાથે શરીર પર પહેરવાની જાતિ () નંગ () સંભાળીને રાખવા માટે અથવા પરીક્ષણને માટે પહેરવાનો આગાર. ૯. ધૂપ કરવો – જાતિ (), અગરબત્તી, લોબાન, કપૂર, ઘી, તેલ આદિ. અગરબત્તીની જાતિ (). ૧૦. લીલા શાકભાજી ફળ આદિ () કંદમૂળ () જાતિ ઉપરાંત ત્યાગ.(કંદમૂળ નો આજીવન ત્યાગ કરવાનો લક્ષ્ય રાખવો.) ૧૧. સૂકોમેવો – જાતિ () ઉપરાંત ત્યાગ અથવા અમુક ચીજનો ત્યાગ. ૧૨. સવારી – હવાઈ જહાજનો ત્યાગ અથવા મર્યાદા જીવનમાં () વાર, સમુદ્રમાં જહાજનો ત્યાગ અથવા મર્યાદા (). પશુની. સવારી–તેની પીઠ પર બેસીને જવાનો ત્યાગ અથવા મર્યાદા, જાતિ (), સ્થલ ક્ષેત્રની સવારી ( ) કી.મી.જમીન માર્ગે (સડક કે રેલથી)ઉપરાંત નો ત્યાગ. ૧૩. ચંપલ – (જૂતા), રબર ચામડા આદિ જાતિ (), બૂટ સેંડલ આદિ જાતિ () જાવજીવ. એક સાથે રાખવા ની કુલ જોડી () ઉપરાંત ત્યાગ. (ચામડાનાં જૂતા કે અન્ય પટા, પાકીટ વગેરેનો આજીવન ત્યાગનો લક્ષ્ય રાખવો કે જેથી અશાતા વેદનીયનો બંધ ન થાય.) ૧૪. સચિત્ત – ખાવાની જાતિ (), જાવજીવ, રોજ જાતિ () ઉપરાંત ત્યાગ. ૧૫. દ્રવ્ય - રોજ જાતિ (), જાવજીવ પર્વતની જાતિ () ઉપરાંત ત્યાગ. દ્રવ્યઃ- (૧) લીલા શાક (૨) સૂકા સાક (૩) દાળ (૪) મુખવાસ (૫) મીઠાઈ (૬) પીવાલાયક પદાર્થ (૭) સૂકો મેવો (૮) વિનય (૯)ભોજન, રોટલી, ખીચડી આદિ, (૧૦) તળેલા પદાર્થ (૧૧) અન્ય પદાર્થ. વ્યાપાર જાતિ () ઉપરાંતનો ત્યાગ. કર્માદાન સંખ્યા () નો ત્યાગ. આગાર – ઉપરના નિયમોમાં ભૂલનો આગાર, દવાનો આગાર, બીજા કરી દે તો આગાર, નોકરી સંબંધી આગાર, ઘરને માટે આવેલી વસ્તુમાંથી કોઈ વેચવાનો પ્રસંગ આવી જાય તો આગાર. પુત્રાદિ આજ્ઞા વગર અથવા સલાહ વગર કંઈ કરી લે તો સ્વભાવ અનુસાર તેમાં સલાહ-સૂચન–ભાગનો આગાર. ઉપર કહેલી સર્વે ય મર્યાદાઓ ઉપરાંત એક કરણ ને ત્રણ યોગથી ત્યાગ. વિવેક રાખવો. ફક્ત ખાવા પરતો નહિં પણ દરેક વખતે, સ્પર્શ માત્રથી પણ સ્થાવર જીવોની વિરાધના થાય છે તે તથ્ય હરહંમેશ અને સદાકાળ સ્મરણમાં રાખવું.) અતિચાર પાંચ – (૧) ત્યાગ કરેલો હોવા છતાં પણ સચિત્ત ને અચિત્ત સમજીને અથવા ભૂલથી ખાવું તથા કોઈપણ સચિત્ત વસ્તુ સ્વાદ લઈને આસકતીથી,(પાપને પાપ સમજયા વગર) ઉપયોગ રહિત થઈને ખાવી, તે પણ અતિચાર છે. આમતો સચિત્ત ખાવું જ અતિચાર છે પણ એ કારણે સચિત્તને અચિત્ત કરવામાં હિંસાનો વધારો કરવાને બદલે વિવેકથી નિર્ણય કરવો. ઉપદેશ આત્માના વિવેકને જાગૃત કરાવવા માટે હોય છે, પરંતુ કાર્યના સાર–અસારનો અંતિમ નિર્ણય આત્માએ સ્વયં વિવેક બુદ્ધિથી લેવાનો હોય છે. (૨) સચિત્ત ગોટલી આદિથી લાગેલા ફળોને ખાય પછી ગોટલીને ઘૂંકવી અથવા તત્કાલ એટલે કે તરતજ ગોટલી આદિ કાઢીને ખાવું (૩) પાકું સમજી ને અપક્વ સચિત્ત ખાવું (૪) અચિત્ત સમજીને અધૂરા પાકેલા અથવા સેકેલા પદાર્થને ખાવા (૫) જેમાં જાઝું સચિત્ત ખાવાનું હોય અને થોડોક જ અચિત્ત ભાગ ખાવાનો હોય અથવા જેમાં ફેંકવાનું થુંકવાનું અધિક હોય અથવા જેમાં પાપક્રિયા વધારે લાગે અને ખાવાનું ઓછું હોય એવી તુચ્છ વસ્તુઓ ખાવી પીવી. જેમ કે– કંદમૂળ, બીડી, સિગારેટ, તંબાકુ, ભાંગ, સીતાફળ, શેરડી બોરલીઆર,અજાણ્યા જંગલી ફળ આદિ. પંદર કર્માદાનનું સ્વરૂપ ૧. ઈગાલ કમૅ– અગ્નિનો આરંભવાળો ધંધો, ધોબીકામ,રંગાટકામ,ગાળવાનું કામ,સુખડ્યિા,ભાંડમુંજા,સોની,લુહાર આદિના ધંધા ૨. વણ કમૅ– વનસ્પતિના આરંભનો વ્યાપાર અને એવા કામ. ૩. સાડી કમે- વાહન બનાવીને વેચવા. ૪. ભાડી કમે- વાહન ચલાવીને ભાડાની કમાણી કરવી, વ્યાપાર રૂપે. ૫. ફોડી કમે– ખાણ ખોદવી અને તેમાંથી નીકળેલ પદાર્થને વેચીને આજીવિકા ચલાવવી. કુવા, વાવડી, તળાવ, સડક આદિ બનાવવાનો ઠેકો લેવો. ૬. દંત વાણિજજે- ત્રસ જીવોના શરીરના અવયવનો વ્યાપાર હાથીદાંત,ઉપલણથી રેશમ, કસ્તૂરી, શંખ, કેશ, નખ, ચામડું, સીધા ખરીદવા અથવા ઓર્ડર દેવો. ૭. લખ વાણિજ્જ– જે વસ્તુઓને તૈયાર કરવામાં ત્રસ જીવોની હિંસા થાય અથવા સાડવવી પડે એવા કેમિકલના વ્યાપાર અથવા લાખ આદિ વેચવા, ગળી, સોડા, સાબુ, મીઠું, સાજીખાર, રંગ આદિનો વ્યાપાર. ૮. રસ વાણિજે – દારૂનો ધંધો, તથા ઘી, તેલ, ગોળ, સાકર આદિ રસ પદાર્થનો ધંધો કરવો. દૂધ, દહીં વેચવા. ૯. કેશ વાણિજે- વાળવાળા જાનવર વેચવા–ખરીદવાનો વેપાર. ઘેટા કે ઉનનો વેપાર. ૧૦. વિષ વાણિજે – જેનો ઉપયોગ જીવોને મારવાનો હોય એવા પદાર્થ અથવા શસ્ત્રનો વ્યાપાર જેમ કે – બંદૂક, તલવાર, ડી.ડી.ટી. પાઉડર, લક્ષમણરેખા(સાઇનાઇડ ચોક), ઓલઆઉટ(મચ્છર મારનાર), ટીકર (કોક્રોચ મારનાર), બેગોન સ્પે આદિ. Page #136 -------------------------------------------------------------------------- ________________ 136 આગમસાર–પૂર્વાર્ધ ૧૧. યંત્ર પીલન કર્મ– તેલ અથવા રસ કાઢવો તથા ચરખામિલ, પ્રેમિલ, ઘંટી આદિ ચલાવવા, વીજળીથી ચાલે તેવા કારખાના ચાલવવા. ૧૨. નિલંછણ કમે- નપુંસક બનાવવાનો ધંધો કરવો, અંગોપાંગનું છેદન કરવું, ડામ આપવા વગેરે. ૧૩. દવગિ દાવણયા- જંગલ, ખેત, ગામ આદિમાં આગ લગાડવી.જમીને સાફ કરવી, કરાવવી. (મોટા પાયે.) ૧૪. સરદહ તલાગ પરિસોસણયા- ખેતી આદિ કરવાને માટે ઝીલ, તળાવ આદિના પાણીને સૂકવવા. ૧૫. અસઈ જણ પોષણયા- શોખ, શિકાર અથવા આજીવિકા નિમિત્તે હિંસક જાનવર તથા દુશ્ચરિત્ર સ્ત્રીઓનું પોષણ કરવું. કે ઉગરાણી વગેરેને માટે . જમીન ખાલી કરાવવા માટે ગુંડાઓ ને પાળવા પોષવા. (૮) આઠમ વ્રત : અનર્થદંડ વિરમણ : ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અનુસાર, વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ; જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ. આ પ્રકારના ત્યાગ કરવાઃ- (૧) હોળી રમવી નહિ.(૨) ફટાકડા ફોડવા નહિ.(૩) જુગાર રમવો નહિ.(૪) સિનેમા (૫) પાન (૬) સાત વ્યસન (૭) ધુમ્રપાન (૮) તંબાકુ ખાવું સુંઘવું નહિ.(૯) માપ વગર પાણીથી સ્નાન કરવું નહિ.જેમ કે– કુવા, વાવડી, તળાવ, નદી, વરસાદમાં અથવા નળની નીચે. તેનો ત્યાગ કરવો અથવા મર્યાદા () વાર વરસમાં. લોકાચારનો આગાર (૧૦) ગાળ્યા વગરનું પાણી પીવાનો ત્યાગ અથવા કામમાં લેવાનો ત્યાગ. ચાર પ્રકારના અનર્થદંડ:(૧) અવજાણા ચરિએ – ખોટું ખોટું ચિંતન કરવું. જેમ કે– બીજાને મારવાનો કે પોતે મરવાનો, નુકસાનનો, રોગ આવવાનો, આગ લાગી જવાનો, કોઈપણ રીતે દુઃખી થવાનો ઈત્યાદિ વિચાર કરવો. અથવા આ કાર્ય પોતે જ કરવાનો વિચાર કરવો. બીજા પણ અનેક આર્તરૌદ્ર ધ્યાન કરે જેમ કે– બીજાના દોષ જુએ, નિંદા કરે, બીજાની લક્ષ્મી ઇચ્છ, સંયોગ વિયોગના સંકલ્પ વિકલ્પ કરે, બીજાના દુઃખમાં ખુશ થાય, ખોટું આળ આપે, ખોટી અફવા ઉડાડે. મિશ્ર ભાષા બોલીને કોઈના પ્રત્યે ભ્રમ ફેલાવે ઇત્યાદિ આ બધી પ્રથમ અનર્થ દંડની પ્રવૃત્તિઓ છે. (સુખ ચાલ્યું જશે એની ચિંતા અને દુઃખનો ભય, અથવા આવેલ દુઃખ જલ્દી જાય અને સુખની અપેક્ષા, આ ચારે આર્તધ્યાન છે.) જીવ જયારે ધર્મધ્યાનમાં નથી હોતો, ત્યારે આમાંના જ કોઇ આર્તધ્યાનમાં હોય છે. (૨) પમાયાચરિએ :- પ્રમાદ પૂર્વક પ્રવૃત્તિ કરવી. વિવેક ન રાખતા આળસ કે બેપરવાહી આદિથી તરલ પદાર્થ જેમ કે– પાણી, દૂધ, ઘી આદિના વાસણ ઉઘાડા રાખવા. મીઠા–સાકરનાં પદાર્થોને વિવેક વગર રાખવા તથા કઈ વસ્તુને ક્યાં, કેવી રીતે રાખવી, તેનો વિવેક ન રાખવો. વિવેક વગર બોલી જવું, વિવેક વગર ચાલવું, બેસવું વગર પ્રયોજને પૃથ્વી ખોદવી, પાણી ઢોળવું, અગ્નિ પેટાવવી, હવા નાખવી, હાથ પગ વસ્તુ હલાવવી; પંખા લાઈટ ચાલુ મૂકીને ચાલ્યા જવું, નળ આદિ ખુલ્લા રાખીને જવું, વિવેક ન રાખવો. લીલી વનસ્પતિ, ઘાસ તોડવું; તેના ઉપર બેસવું; ચાલવું; માપ વગર પાણીનો ઉપયોગ કરવો અથવા પાણીમાં તરવું; અનેક મનોરંજનની પ્રવૃત્તિઓ પણ અનર્થદંડમાં ગણવામાં આવે છે. દીપક, ચૂલા, ગેસ ઉઘાડા રાખી દેવા. સંમૂચ્છિમ, ખાર, ફૂલણ આદિનું ધ્યાન રાખ્યા વગર ચાલવું. વૃક્ષ પર ઝૂલો બાંધવો આ બધી પ્રવૃત્તિઓ બીજા અનર્થદંડની છે. (૩) હિંસપથાણે :- હિંસાકારી શસ્ત્ર કોઈને પણ આપવા અથવા અવિવેકીને આપવા તથા એવા સાધનોનો અધિક સંગ્રહ કરવો. શસ્ત્ર, તલવાર, બંદૂક, છરી, કોદાળી, પાવડા આદિ. હિંસક જાનવરોનું પોષણ કરવું, ડી.ડી.ટી. પાવડર આદિનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો આદિ ત્રીજા અનર્થદંડ છે. (૪) પાવકસ્મોવએસે – પ્રયોજન વગર અથવા જવાબદારી વિના જ બીજાઓને પાપકાર્યોની પ્રેરણા કરવી. જેમ કે– સ્નાન, શાદી, મકાન બનાવવું, વ્યાપાર કરવો, મોટરગાડી ખરીદવી, કૂવો ખોદાવવો, ખેતી કરવી, જાનવરનો સંગ્રહ કરવો. વનસ્પતિ કાપવી, ઉકાળવી આદિ પ્રેરણા કરવી અથવા એવા સંકલ્પ-વિકલ્પ કરવા. કોઈપણ ચીજોને અથવા સ્થાનોને જોવા જવું તેમજ કોઈ પણ વતના વખાણ અથવા પ્રશંસા કરવી. ખોટા શાસ્ત્ર રચવા તેમજ ખોટી પ્રરૂપણા કરવી: ઈત્યાદિ આ બધા ચોથા અનર્થદંડ છે. આગાર:- જે આદત જ્યાં સુધી પૂર્ણરૂપે ન સુધરે ત્યાં સુધી તેનો આગાર. આદતને સુધારવાનો પૂરો પ્રયત્ન કરીશ. લક્ષ રાખીને વિવેકજ્ઞાન વધારીશ. અતિચાર :- (૧) કામ વિકાર ઉત્પન્ન થાય તેવી કથા કરવી. (૨) ભાંડોની જેમ બીજાઓને હસાવવા માટે કાયાની કુચેષ્ટા કરવી. અંગોપાંગોને વિકૃત કરવા. (૩) નિર્લજ્જતાપૂર્વક નિરર્થક બોલવું, અસત્ય અને અટપટુ અથવા હાસ્યકારી બોલવું (૪) ઉખલ–મૂસલ આદિ ઉપકરણોને એક સાથે રાખવા જેનાથી સહજ રીતે વિરાધના થાય તથા શસ્ત્રોનો અધિક સંગ્રહ કરવો. (૫) ઉપભોગ-પરિભોગની વસ્તુઓનો વધારે સંગ્રહ કરવો. આ પાંચ અતિચાર છે. (૯) સામાયિકવ્રત: રોજ(), દર મહિને() દર વરસે() સામાયિક કરીશ; વિશેષ પરિસ્થિતિનો આગાર. સામાયિકના ૩ર દોષોને ટાળવાનું ધ્યાન રાખીશ. આ દોષોને કંઠસ્થ કરી લેવા અથવા વરસમાં ૧૨ વખત વાંચવા. ભૂલ થઈ જાય તો આગાર. અતિચાર:- (૧-૩) પાપમય મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરવી. (૪)સામાયિક છે તે યાદ ન રાખવું, ભૂલ કરતી સમયે અચાનક યાદ આવવું (૫) સામાયિક અવ્યવસ્થિત ઢંગથી, અવિવેકથી કરવી; જેમ-તેમ અનાદર કે અસ્થિરતાથી કરવી અથવા સમય પૂરો થયા પહેલાં સામાયિક પાળી લેવી. ત્રણ અતિચાર ઉપયોગની શૂન્યતાથી અને બે અતિચાર પ્રમાદથી લાગે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ jainology | (૧૦) દેશાવગાસિક વ્રત :– ચૌદ નિયમ(ત્રેવીસ નિયમ) રોજ ધારણ કરીશ અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ. ભૂલ, શારીરિક પરિસ્થિતિનો આગાર. અભ્યાસ જ્યાં સુધી જામે ત્યાં સુધી આગાર. વિશેષ પરિસ્થિતિમાં કોઈ પણ સંક્ષિપ્ત રીતથી કરવાનો આગાર. અતિચાર ઃ– મર્યાદાઓનું અજાણપણે અથવા અવિવેકથી ઉલ્લંઘન થવા પર અતિચાર લાગે છે. નોટ :– ચૌદ નિયમનું વિશેષ સ્પષ્ટીકરણ આગળ જુઓ. 137 આગમસાર (૧૧) પૌષધવ્રત ઃ દયા અથવા પૌષધ મળીને કુલ ( ) દર વર્ષે અથવા પરિપૂર્ણ પૌષધ ( ), ચૌવિહાર ( ), તિવિહાર ( ), ઉપવાસ ( ), આયંબિલ ( ), નીવી ( ), એકાસણું ( ), પોરસી ( ), નવકારસી ( ), પ્રતિક્રમણ ( ), મહિનામાં અથવા વરસમાં; ભૂલ થવા પર અથવા અવસ્થાના કારણે આગાર. નિવૃત્તિ વ્યાપારથી ( ) વર્ષ પછી. અતિચાર -- (૧) સુવાના મકાન, પથારીનું પડિલેહણ ન કરવું અથવા સારી રીતે ન કરવું (૨)પૂંજવાના સમયે પ્રમાર્જન ન કરવું અથવા સારી રીતે ન કરવું. (૩–૪) એવી રીતે ઉચ્ચાર પાસવણ ભૂમિના બે અતિચાર સમજી લેવા. (૫) પૌષધના ૧૮ દોષ ન ટાળવા અથવા ચાલવું બેસવું સુવું, બોલવું, પૂંજવું, થૂંકવું, ખાવું, પીવું, પરઠવું આદિ અવિવેકથી કરવું. આ બધા અતિચાર છે. (૧૨) અતિથિ સંવિભાગ વ્રત :– સાધુ–સાધ્વીનો યોગ મળવા પર નિર્દોષ વસ્તુઓને ભક્તિભાવથી, નિષ્કામ બુદ્ધિથી, કેવળ આત્મ કલ્યાણને માટે વહોરાવીશ અને ભોજન કરવાના ટાઈમે ત્રણ વખત નવકાર ગણીને દાન દેવાની ભાવના ભાવીશ. સંયમીને વહોરાવતાં સંયમમાં સહભાગી થવાય છે. શિક્ષાઓ :– નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરનાર શ્રમણોને જૂઠ–કપટ કરી સદોષ આહાર પાણી, મકાન, વસ્ત્રપાત્ર, પાટ, પૂઠાં ઘાસ, દવા આદિ ન વહોરાવવા. ઘરમાં સચિત્ત અને અચિત્ત ચીજોને એક સાથે એક જ કબાટમાં અથવા એક કાગળ પર ન રાખવા તેનું હંમેશા ધ્યાન રાખવું અને ઘરની વ્યક્તિઓને પણ સમજાવવું. ઘરમાં અચિત્ત પાણી થતું હોય તો તેને તરત જ ન ફેંકી દેવું અને બીજાઓએ પણ ધ્યાનમાં રાખવું. જો અચિત્ત પાણી ન બનતું હોય તો તેને બનાવી રાખવાનો રિવાજ ન કરવો અને તેને માટે સાચું જ્ઞાન મેળવીને બીજાને પણ સાચું માર્ગદર્શન આપતા રહેવું. ૪૨ દોષ આદિનું જ્ઞાન કરવું. સંત–સતીજીઓ સામે ખોટું ન બોલવું. ઘરમાં અથવા ભોજન ઘરમાં સચિત્ત પદાર્થોને વેરાયેલા ન રાખવા તેમજ વચમાં પણ ન રાખવા. અતિચાર ઃ– (૧) અવિવેકથી ઘરમાં સચિત્ત-અચિત્ત વસ્તુ સંઘટાથી કે ઉપરનીચે રાખી હોય (૨) અવિવેક ભૂલથી અચિત્ત પદાર્થ ધોવણ આદિ ઉપર સચિત્ત અથવા કાચું પાણી રાખ્યું હોય. (૩) ભિક્ષાનો સમય વીતી ગયા પછી ભાવના ભાવી હોય અથવા ભિક્ષાના સમયે ઘરના દરવાજા બંધ રાખ્યા હોય કે રસ્તામાં પાણી, બીજ આદિ પડયા હોય. (૪) વિવેક અને ઉમંગની ઉણપથી પ્રસંગ આવવા પર પોતે ન વહોરાવે અને બીજાને આદેશ કરતા રહે; હું પોતે વહોરાવું એવો ભાવ જ ન આવે. (અહીં બીજાને સીખવવા માટે વહોરાવ વાનો લાભ આપવો એ અતિચાર નથી.) (૫) સરળ, શુદ્ધ ભાવ અને શુદ્ધ કાયા–વચનના વિવેકથી ન વહોરાવે; અનેક પ્રકારના અશુદ્ધ ભાવ, કલુષતા, ઈર્ષ્યા, બરાબરી, દેખાવ, આગ્રહ, જિદ, અવિનય, અવિવેક ભરી ઠપકારૂપવાણી, મહેણાં મારવા આદિ કાયા અને વચનના અવિનય અભક્તિ અવિવેકથી વહોરાવ્યું હોય. દાન દઇને અહંભાવ કર્યો હોય. આ બધા અતિચાર છે. *= વિશેષ નોંધ :– બધાં વ્રતોમાં પ્રતિક્રમણ અનુસાર કરણ અને યોગ સમજી લેવા. બધા વ્રત બુદ્ધિ પ્રમાણે, ધારણા અનુસાર ધારણ કરું છું. બધાંમાં ભૂલનો આગાર. આમાં જે કંઈ નવી શંકા થશે, જે વિષયમાં અત્યારે વિચાર્યું–સમજ્યું ન હોય, તેને તે સમયે સમજ શક્તિ અનુસાર કરીશ. આ લખેલા નિયમોમાં ફેરફાર કરવાનો આગાર ( ) વરસ સુધી. ત્યાં સુધી દર મહિનામાં એક વખત આ ધારેલ વ્રતો અવશ્ય વાંચીશ. ત્યાર પછી દર વરસે આ લખેલા નિયમોને એક વખત અવશ્ય વાંચીશ. ભૂલનો આગાર. પ્રતિક્રમણ અર્થ સહિત વરસમાં એક વખત અવશ્ય વાંચીશ. જલ્દીથી જલ્દી જાતિ અને નામ લખવાં, યથા– લીલોતરી, સચિત્ત, કંદમૂળના, સાબુના, વિલેપનના, દાંતણના, વસ્ત્રના, ફૂલના, અગરબત્તીના, વ્યાપારના, દ્રવ્યોના. અધ્યયન :– (૧) ભાવના શતક, બાર ભાવના ( ) વરસમાં વાંચીશ. (૨) ઉતરાધ્યન સૂત્રનો સાર ( )વરસમાં વાંચીશ. (૩) આગમોનો સારાંશ ( ) વરસમાં વાંચીશ (૪) મોક્ષમાર્ગ, સમ્યક્ત્વ વિમર્શ, જ્ઞાતા સૂત્રનો સાર, દશવૈકાલિક સૂત્રનો સાર, સમર્થ સમાધાન ભાગ ૧–૨–૩, આત્મ-શુદ્ધિનું મૂળ તત્ત્વત્રયી, જૈન તત્ત્વ પ્રકાશ,જૈન સિધ્ધાંત બોલ સંગ્રહ ભાગ ૧ થી ૭ બીકાનેરના. આ બધા પુસ્તકને એકવાર અવશ્ય વાંચીશ ( ) વરસમાં. કંઠસ્થ જ્ઞાન –સામાયિક સૂત્ર અર્થ સહિત અને ૩૨ દોષનુ જ્ઞાન; પ્રતિક્રમણ અર્થ સહિત અને પચ્ચીસ બોલ. (કંઠસ્થ ન કર્યા હોય તો તે માટેનું લક્ષ્ય રાખવું) અંતિમ શિક્ષા : (૧) જૈન શ્રમણોનો આદર, સત્કાર, સન્માન, વિનય, ભક્તિ, શિષ્ટાચાર આદિ અવશ્ય કરવો. સમય કાઢીને જ્ઞાન પ્રાપ્ત કરવું. શક્તિ પ્રમાણે સેવા અને સહયોગ આપવો. સુપાત્રદાન દઈને શાતા પહોંચાડવી. (૨) અન્ય મતાવલંબી જૈનેતર સંન્યાસી આદિનો પરિચય ન કરવો. પરંતુ પોતે સંયોગવશાત્ મળી જાય તો અશિષ્ટતા, અસભ્યતા ન કરવી. (૩–૪) હિંસામાં અને આડંબરમાં, ધર્મ ન સમજવો અને જે કોઈ હિંસા અને આડંબરને ધર્મ માને તો તેને ખોટા સમજવા. પાપના આચરણને ક્યારેય પણ ધર્મ ન માનવો. (૫) કોઈપણ વ્યક્તિ સમુદાય વિશેષની નિંદા, અવહેલના, ઘૃણા ન કરવી; મધ્યસ્થ ભાવ, સમભાવ, અનુકંપા ભાવ રાખવા. Page #138 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 138 (૭) સંસારના કોઈપણ પ્રાણી પ્રત્યે આપણા મનમાં રાગ અથવા ઢેષ અર્થાત્ નારાજી, રંજ, એલર્જી ભાવ ન રાખવો. ભલે ને તે પાપી હોય, દુષ્ટ હોય, વિરોધી હોય, પ્રતિપક્ષી હોય, ધર્મ હોય, અશુદ્ધ ધર્મી હોય, અહિત કરનાર હોય, પાગલ કે મૂર્ખ હોય, શિથિલાચારી હોય, અન્ય સંપ્રદાય કે અન્ય ધર્મના અનુયાયી હોય. બધાના પ્રત્યે ચિત્ત સ્વસ્થ અને પ્રસન્ન રહેવું જોઈએ. બધાના પુણ્ય અને ઉદય કર્મ જુદા-જુદા હોય છે, એવું ચિંતન કરીને સમભાવ રાખવો આ સમકિતનું પ્રથમ લક્ષણ છે– “સમ'. (૮) પરમત પરપાખંડ, અન્ય દર્શન, મિથ્યા દષ્ટિ આદિની સંગતિ, પરિચય, પ્રશંસા, સન્માન આદિનો સમ્યકત્વ શદ્ધિની અપેક્ષાએ આગમોમાં નિષેધ છે. સાવકા ભાઈ બહેન ધર્મ પ્રેમી દરેક શ્રાવકને અન્ય સંપ્રદાયના સાધુ-સાધવી કે શ્રાવક શ્રાવકાઓને જોઇને સાવકા ભાઈ-બહેનોને જોવાથી થતી લાગણી જ્વી અજ્ઞાત હર્ષની લાગણી થાય છે. પરમ ઉપકારી તિર્થપ્રવર્તક પિતા મહાવીરની ગેરહાજરીમાં પોતાના એ ભાઈ-બહેનો સાથે સમય ઉચીત વિનય અને વ્યવહાર, દરેક ધર્મપ્રેમીએ અવશ્યથી કરવો જોઇએ. આ કલોકાલમાં પણ એ દરેક ભાઈ-બહેન કે જેમને વીરનાં વચનો પર અટલ શ્રધ્ધા છે તે ધન્યવાદને પાત્ર છે. વ્રત ધારણ કરવાની સંક્ષિપ્ત વિધિ સૂિચનાઃ- કોઈપણ વિશેષ સ્પષ્ટીકરણ જાણવું હોય તો પૂર્વ પ્રકરણમાં વિસ્તારથી કથન છે, ત્યાં જોઈ લેવું] સમ્યકત્વ – દેવ, ગુરુ, ધર્મની શુદ્ધ સમજણ રાખીશ અને સુદેવ સુગુરુને ભક્તિપૂર્વક વંદન કરીશ. કુદેવ કુગુરુને વિનય વંદનની પ્રવૃત્તિ સમાજ-વ્યવહારથી, વિવેક ખાતર તથા પરિસ્થિતિથી કરવી પડે તો તેનો આગાર. (૧) પહેલું વ્રત – જાણીને મારવાની ભાવનાથી નિરપરાધી ત્રસ જીવને મારવાના પચ્ચકખાણ પોતાની સમજણ અને ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ ત્રણ યોગથી, જીવનપર્યત. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. (૨) બીજું વ્રત – પાંચ પ્રકારનું મોટકું જૂઠ બોલવાના પચ્ચકખાણ, પોતાની સમજણ તેમજ ધારણાનુસાર, આગાર સહિત, બે કરણ-ત્રણ યોગથી જીવન પર્યત. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૩) ત્રીજું વ્રત - પાંચ પ્રકારની મોટી ચોરીના સમજ ધારણાનુસાર આગાર સહિત પચ્ચખાણ. બે કરણને ત્રણ યોગથી જીંદગી સુધી ધારણાનુસાર. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૪) ચોથું વ્રત - (૧) સંપૂર્ણ કુશીલ સેવનનો ત્યાગ અથવા (૨) મર્યાદા () (૩) વેશ્યા, પરસ્ત્રીનો ત્યાગ (૪) દિવસમાં કુશીલ સેવનનો ત્યાગ () ધારણાનુસાર અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૫) પાંચમું વ્રત - ખેતી (), કુલ મકાન, દુકાન(), બાકી પરિગ્રહ રૂપિયામાં () અથવા સોનામાં (); આ મર્યાદા ઉપરાંત સમજ ધારણા અનુસાર ત્યાગ, એક કરણને–ત્રણયોગથી. અતિચાર ટાળવાનું ધ્યાન રાખીશ. (૬) છઠું વ્રત - ભારત ઉપરાંત ત્યાગ અથવા દેશ () ઉપરાંત ત્યાગ. ઊંચા (કિલોમીટર) (), નીચા (મીટર) (), ઉપરાંત ત્યાગ. એક કરણ ત્રણ યોગથી સમજ અનુસાર, અતિચાર ટાળવાનું ધ્યાનમાં રાખીશ. (૭) સાતમું વ્રત – (૧) મંજન () (૨) નાહવાનો સાબુ () (૩) તેલ () બીજા વિલેપન () (૪) સ્નાન મહિનામાં ()દિવસ ત્યાગ. (૫) વસ્ત્ર જાતિ (), રેશમનો ત્યાગ (૬) ફૂલ (), અત્તર (), ફુલ માળા. () (૭) આભૂષણ () (૮) ધૂપ જાતિ (), અગરબત્તીની જાતિ () (૯) લીલા શાકભાજી (), જમીનકંદ () (૧૦) મેવો () (૧૧) વાહન હવાઈ જહાજ (), સમુદ્રી. જહાજ () જાનવરની સવારી () (૧૨) જૂતા જાતિ (), જોડી () (૧૩) સયણ () રોજ.(૧૪) સચિત્ત રોજ() (૧૫) દ્રવ્ય ( ) રોજ. વ્યાપાર કુલ ( ), કર્માદાન ( ); આ મર્યાદા ઉપરાંત ત્યાગ, સમજ ધારણાનુસાર, આગાર સહિત, એક કરણ ત્રણ યોગથી. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. ભૂલ, દવાનો આગાર; બીજા કરી દે તો આગાર. (૮) આઠમું વ્રત :- ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અથવા વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ. બે કરણ ત્રણ યોગથી જીવન પર્યત. જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ. ત્યાગ કરવો - હોળી રમવી નહિ.(), ફટાકડા ફોડવા નહિ. (), જુગાર ૨મવો નહિ. ( ), સાત વ્યસન ત્યાગ ( ), ધૂમ્રપાન ત્યાગ ( ), તમાકુ નહિ ખાવું, સુઘવી નહિ.( ), માપ વ પાણીથી સ્નાન નહિ.(), ગાળ્યા વગર પાણી પીવું નહિ.(), રાત્રે સ્નાન આદિ કાર્ય નહિ.( ), કોઈ પણ આરંભ-સમારંભની વસ્તુની અતિ પ્રશંસા ન કરવી, તેને માટે ધ્યાન રાખીશ. (૯) નવમું વ્રત – મહિનામાં સામાયિક () કરીશ. આગાર સહિત ૩ર દોષોનું જ્ઞાન કરીને છોડવા યોગ્યને છોડવાનું ધ્યાન રાખીશ. (૧૦) દશમું વ્રત:- રોજ ૧૪ નિયમ(૨૩ નિયમ) ધારણ કરીશ, ચિત્તારીશ(પુનઃ નિરીક્ષણ કરીશ) અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ. અભ્યાસની કમી, ભૂલ અને અસ્વસ્થતાનો આગાર. (૧૧) અગિયારમ વત:- પૌષધ .દયા પૌષધ વર્ષમાં () કરીશ. સમજ અને ધારણાનસાર, આગાર સહિત. (૧૨) બારમું વ્રત:- દિવસે ભોજન કરતી વેળાએ ત્રણ નવકાર ગણીને સુપાત્રદાનની ભાવના ભાવીશ. બીજા પચ્ચખાણો - નિવૃત્તિ વ્યાપારથી (), ચાર અંધ(મોટા ત્યાગ) કોઈ પણ યથા શકતિ મોટા ત્યાગ કરવા. (), રાત્રિ ભોજન ત્યાગ.(), નવકારશી (), પ્રતિક્રમણ () મહિનામાં. બીજા જે કંઈ પણ પચ્ચકખાણ લીધા હોય અથવા નવા પચ્ચખાણ કરવા હોય તો તેની અહીં યાદી કરી લેવી. નોંધ :- બધા વ્રત સમજ અનુસાર ધારણાનુસાર ધારણ કરું છું. ભૂલ તેમજ શારીરિક પરિસ્થિતિ તથા પરવશનો આગાર. આ લખેલા નિયમોને દરમાસે બે વખત અવશ્ય વાંચીશ. આમાં ક્યારેય જે નવી શંકા ઉત્પન્ન થશે જે વિષયમાં અત્યારે કંઈ વિચાર્યું કે સમક્યું ન હોય તેને તે સમયની સમજ શક્તિ ભાવ અનુસાર કરીશ. સમજ ધારણા, આગાર, અતિચાર આદિના વિસ્તારને વાંચીને સમજી લેવું. Page #139 -------------------------------------------------------------------------- ________________ 139 jainology આગમસાર આવશ્યક વાંચન કરવુંઃ (૧) જૈન તત્ત્વ પ્રકાશ, નવ તત્ત્વ સાર્થ.()વર્ષમાં વાંચીશ. (૨) આવશ્યક સૂત્રનો સારાંશ વરસમાં () વાર વાંચીશ. (૩) બાર વ્રતોનું વિસ્તારથી વર્ણન મહિનામાં () વખત વાંચીશ. (૪) આગમોનો સારાંશ વરસ માં () વખત વાંચીશ. ઇચ્છા અનુસાર બીજું વાંચન – મોક્ષમાર્ગ (પારસમુની), ભાવના શતક (રત્નચંદ્રજી મ.સા.) સદ્ધર્મ મંડન, સમક્તિ સાર, જેનસિદ્ધાંત બોલ સંગ્રહ ભાગ એકથી સાત સુધી, મુખવસ્ત્રિકા નિર્ણય, સમ્યકત્વ શલ્યોધ્વાર ઇત્યાદિ નિબંધ ચર્યાનું સાહિત્ય વાંચવું. થોક સંગ્રહ, સામાયિક પ્રતિક્રમણ અર્થ સહિત વાંચવા. દિવા(ઈલેકટ્રીક બલ્બ)નાં અજવાળે નહિ વાંચવું, ઉઘાડે મોઢે ધર્મચર્ચા નહિ કરવી, શરીરમાં સ્વસ્થતા હોય તો સુતા કે લેટીને નહિં વાંચવું. સામાયિક લઈ વાંચવા બેસવું, જેથી જ્ઞાન સમયક પરિણમે. તપથી શ્રધ્ધા–સમીકીત દ્રઢ થાય છે. તેથી યથા શક્તિ તપ પણ કરવું. ચાર ખંધ-(સ્કંધ, મોટા ત્યાગ.) ૧) લીલોતરી, સચીત ફળ વગેરે સર્વ સચિત આહારનો ત્યાગ. ૨) સચિત પાણીનો ત્યાગ. ૩) સંપૂર્ણ બ્રમચર્યનું પાલન. ૪) રાત્રિચોવિહાર –રાત્રિભોજનનો ત્યાગ અને સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી ચારે આહાર એટલે કે પાણીનો પણ ત્યાગ. ઉપરાંત ભૂમી શયન કે સાધુ વાપરે તેવી પથારીનો ઉપયોગ, તથા દિશામર્યાદા પગે ચાલીને જઈ શકાય તેટલી એટલે કે વાહનનો ત્યાગ, આ નિયમો વધારાના લઈ શકાય. ત્રણ મનોરથ : ત્રણ મનોરથનો વિસ્તાર(હંમેશાં વાંચન મનન કરવાને માટે) - આરંભ પરિગહ તજી કરી, પંચ મહાવ્રત ધાર – અંત સમય આલોયણા, કરું સંથારો સાર. (૧) પહેલો મનોરથ:– મેં જે દ્રવ્યાદિની મર્યાદા રાખી છે તે આરંભ અને પરિગ્રહ પણ મારા આત્માને માટે કર્મબંધ કરાવવાવાળા છે. પરંતુ હું એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયો છે. સંપૂર્ણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરી શક્તો નથી તેથી મર્યાદા કરીને સંતોષ રાખું છું. પરંતુ વાસ્તવમાં તો મારો તે જ દિવસ ધન્ય થશે જે દિવસે હું સંપૂર્ણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરીને નિવૃત્તિ ધારણ કરીશ. પોતાનો ભાર ‘આનંદ’ આદિ શ્રાવકની જેમ પુત્ર આદિને સોપીને સંપૂર્ણ સમય ધર્મ સાધનમાં લગાવીશ તે દિવસ મારા માટે પરમ મંગલમય તેમજ ધન્ય થશે. જીવનમાં તે દિવસ મને જલ્દી પ્રાપ્ત થાય જે દિવસે હું ચૌદ પ્રકારના આત્યંતર પરિગ્રહ(ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, રતિ, અરતિ, શોક, દુગંછા, ત્રણ વેદ, મિથ્યાત્વ) અને નવ પ્રકારનો બાહ્ય પરિગ્રહ (ખેત, વલ્થ, હિરણ્ય, સુવર્ણ ધન, ધાન્ય, દ્વિપદ, ચીપદ, કુવિય આદિ) ના નિમિત્તથી થવાવાળા આરંભ તેમજ પરિગ્રહથી બિલકુલ નિવૃત્ત થઈશ. તે દિવસ મારો ધન્ય થશે. આ આરંભ પરિગ્રહ સમ્યમ્ જ્ઞાન, સમ્યમ્ દર્શન, સમ્યક્રચારિત્ર આદિ સગુણોનો નાશ કરનારા છે, રાગ દ્વેષને વધારનારા કષાયને ઉત્પન્ન કરનારા છે. અઢારે પાપને વધારનારા છે દુર્ગતિને દેનારે છે, અનંત સંસારને વધારનારા છે, અશરણરૂપ છે, અતારણરૂપ છે, નિગ્રંથને માટે નિંદનીય છે, ચાર ગતિ, ચોવીસ દંડક, ચોરાશી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરાવીને દુઃખ આપનાર છે. આ અપવિત્ર આરંભ-પરિગ્રહનો હું સર્વથા પ્રકારે ત્યાગ કરીશ, છોડીશ, તેનું મમત્વ ઉતારીશ, તેને પોતાનાથી સંપૂર્ણ પણે અલગ કરીશ. તે દિવસ મારો ધન્ય થશે. હે પ્રભુ! મને એવી આત્મ શક્તિ પ્રગટ થાય કે હું આ આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરવામાં સર્વથા પ્રકારે સફળ થઈ શકું. (૨) બીજો મનોરથ - જ્યારે હું આરંભ પરિગ્રહથી પૂર્ણતઃ નિવૃત્ત થઈ અઢારેય પાપો ને ત્રણ કરણ ત્રણ યોગથી જીવન ભરને માટે ત્યાગીને મહાવ્રત ધારણ કરી સંયમ અંગીકાર કરીશ અને સંપૂર્ણ આશ્રવોને રોકીને તપ આદિ દ્વારા પૂર્વોપાર્જિત કર્મોનો ક્ષય કરવામાં લાગીશ; તે દિવસ મારો ધન્ય થશે. મને મનુષ્ય ભવ પ્રાપ્ત થયો તે પણ પૂર્ણ સાર્થક થશે. જે મહાત્માઓએ સંયમ ધારણ કર્યો છે અથવા કરવાવાળા છે તેઓને કોટિ કોટિ ધન્યવાદ છે. હું સંયમ લેવાવાળાઓ માટે ક્યારેય બાધા રૂપ થઈશ નહીં. હે પ્રભુ! મારી પણ સંયમ લેવાની ભાવના દિવસે દિવસે વધતી જાય અને મારા પરિવારવાળાઓને એવી સબદ્ધિ થાય કે મારી ભાવના દઢ થતા જ તેમજ આજ્ઞા માંગતા જ જલદીમાં જલદી આજ્ઞા આપી દે અથવા મારુ એવા પ્રકારનું ઉચ્ચ મનોબળ થઈ જાય કે મારા માર્ગની બાધાઓ પોતાની મેળે જ દૂર થઈ જાય. આવી મારી મનોકામના સફળ થાય. જે દિવસે હું પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ યતિધર્મ, સત્તર પ્રકારના સંયમનું, જે પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલ છે તે પ્રમાણે, પાલન કરી ભગવાનની આજ્ઞામાં વિચરણ કરીશ, કષાયોને પાતળા કરીશ, પરમશાંત બનીશ, તે દિવસ મારો પરમ કલ્યાણકારી થશે. હે પ્રભુ! તે દિવસ, તે શુભઘડી મને જલદીથી જલદી પ્રાપ્ત થાય કે જેથી હું મુનિ બનું. (૩) ત્રીજો મનોરથ - જે પ્રાણી જન્મ્યો છે તે અવશ્ય મરશે. મારે પણ મરવાનું અવશ્ય છે. મોત ક્યારે અથવા કેવી રીતે આવશે તેની કંઈ ખબર નથી, તેથી મારો તે દિવસ ધન્ય થશે કે જ્યારે હું મૃત્યુ સમયને નજદિક આવેલો જાણીને સંલેખના, સંથારાને માટે તત્પર થઈશ. તે સમયે પૂર્ણ હોશમાં રહેતા હું સંપૂર્ણ કુટુંબ પરિવારનો મોહ, મમત્વભાવને છોડીને આત્મભાવમાં લીન બનીશ. બીજા અનેક જગતના પ્રપંચ અથવા જગત વ્યવહારની વાતોને ભૂલીને માત્ર આત્મ આરાધનાના વિચારોમાં રહીશ. ૧. હું પોતે સાવધાની પૂર્વક સંપૂર્ણ પાપોનો ત્યાગ કરીશ. ૨. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનમાં લાગેલા દોષોની શુદ્ધિ કરીશ. ૩ બધા જીવો સાથે ખમતખામણા કરીશ. અર્થાત્ કોઈની સાથે વેરવિરોધ ન રાખતા બધા જીવોને મારી તરફથી ક્ષમા આપીશ. કોઈની Page #140 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 140 પ્રત્યે નારાજી ભાવ નહીં રાખું. પહેલાંની કોઈ નારાજી હશે તો તેને યાદ કરીને દૂર કરીશ. આ રીતે આત્મામાં ક્ષમા, શાંતિ આદિ ગુણોને ધારણ કરતો હું ધર્મ ચિંતનમાં લીન રહીશ. પહેલાં લાગેલા પાપોની આલોચના-પ્રાયશ્ચિત કરીને, આત્મશુદ્ધિ કરી સમાધિપૂર્વક પંડિત મરણને પ્રાપ્ત કરીશ. ભગવાનની આજ્ઞાનો આરાધક થઈશ તે દિવસ મારો ધન્ય થશે. હે પ્રભુ! જ્યારે મારો મૃત્યુ સમય નજીક આવી જાય ત્યારે મને આભાસ થઈ જાય કે હવે થોડીજ અંતિમ ઉમર બાકી છે. હવે મારે પંડિત મરણને માટે તૈયાર થઈ જવું જોઇએ અને આવું જાણીને હું આજીવન અનશન સ્વીકાર કરી લઉં. અંતમાં હે ભગવાન! મારી આ ભાવના છે કે તે ભવ, તે દિવસ તે સમય, મારા આત્માને શીધ્ર પ્રાપ્ત થાય જેથી હું આઠકર્મ ક્ષય કરીને સિદ્ધ, યાને મુક્ત થઈ જાઉંતે સમયે મારા આત્માને માટે પરમ કલ્યાણકારી થશે. તીન મનોરથ એ કહ્યા, જો ધ્યાવે નિત મન - શક્તિસાર વરતે સહી, પાવે શિવ સુખ ધન / ૧ / પતિત ઉદ્ધારન નાથજી, અપનો વિરુદ્ધ વિચાર – ભૂલ ચૂક સબ માહરી, ખમજો વારંવાર | ૨II છૂટું પિછલા પાપસે, નવા ન બાંધુ કોય – શ્રી ગુરુ દેવ પસાય સે, સફલ મનોરથ હોય |૩ અહો સમદષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાલ –અંતર્ગત ન્યારો રહે, જ્યે ધાય ખિલાવે બાલા ૪ || ધિક્ ધિક્ મારી આત્મા, સેવે વિષય કષાય – હે જિનવર તારો મુજે, વિનંતી વારંવાર // પી આરંભ પરિગ્રહ કબ તજું, કબ હું મહાવ્રત ધાર– સંથારો ધારણ કરું, એ ત્રણ મનોરથ સાર / ૬II ૨૬ નિયમ નું સરળ જ્ઞાન:પ્રયોજન - શ્રમણોપાસક દ્વારા ગ્રહણ કરાયેલા વ્રત તેમજ મર્યાદાઓને રોજ પોતાના દૈનિક જીવનનું ધ્યાન રાખીને સંકુચિત્ત કરવા તે જ ચૌદ નિયમોનું મુખ્ય પ્રયોજન છે. આરંભ–સમારંભ તેમજ ઉપભોગ-પરિભોગની વસ્તુઓની જે મર્યાદાઓ આજીવન વ્રતોમાં કરી છે, તે બધાનું રોજના કાર્યમાં અથવા ઉપયોગમાં આવવું સંભવ નથી. તેથી તેને ઓછું કરવાનું શ્રાવકનું લક્ષ્ય હોવું જોઇએ. તેનાથી આત્મામાં સંતોષવૃત્તિ આવે છે તેમજ પાપઆશ્રવ ઓછો થઈ જાય છે. જેનાથી આત્માના કર્મબંધનના અનેક દ્વાર બંધ થઈ જાય છે. અગર કલ્પનાથી એમ કહેવામાં આવે કે મેરુ પર્વત જેટલું વ્યર્થનું પાપ ટળી જાય છે અને માત્ર રાઈ જેટલું પાપ ખુલ્લું રહે છે, તો પણ અતિશયોક્તિ નહીં કહેવાય. રોજ વ્રત પચ્ચકખાણની સ્મૃતિ રહેવાથી તેમજ આત્મામાં ત્યાગ પ્રત્યેની રુચિ વધતી રહેવાથી અશુભ કર્મોની અત્યંત નિર્જર થાય છે. તેથી શ્રાવક ઉપયોગ પૂવર્ક, રુચિ તેમજ શુદ્ધ સમજણ પૂર્વક આ નિયમોને આગળ ૨૪ કલાકને માટે અથવા સૂર્યોદય સુધી ધારણ કરે. આ પ્રકારે ત્યાગના લક્ષ્યમાં વૃદ્ધિ કરતા રહેવાથી વ્રતોની આરાધના તેમજ અંતિમ સમયમાં પંડિત મરણ પ્રાપ્ત થવું બહુ સરળ થઈ જાય છે અને તે સાધક આરાધક થઈને શીઘ મોક્ષ પ્રાપ્ત કરે છે. વિવેક જ્ઞાન - સવારમાં(સામાયિકમાં અથવા એમજ નમસ્કાર મંત્ર, ત્રણ મનોરથ આદિનું ચિંતન પૂર્વક ધ્યાન કરીને આ નિયમોને ગ્રહણ કરી લેવા જોઈએ. નિયમોને ધારણ કરતી વેળાએ આ વિવેક રાખવો આવશ્યક છે કે “અમુક અમુક પાંચ સચિત્ત ખાઈશ.” એવું ન બોલતા આ રીતે કહેવું જોઇએ કે “પાંચ સચિત્ત ઉપરાંત ત્યાગ અથવા “આ પાંચ સચિત્ત સિવાય ખાવાનો ત્યાગ'. આ રીતે બધા નિયમોમાં વાક્ય પ્રયોગનું ધ્યાન રાખવું જોઈએ. ધારણ કરેલા વ્રતોમાં ભૂલથી અથવા અસાવધાનીથી દોષ લાગી જાય તો તેનું મિચ્છામિ દુક્કડં લેવું જોઈએ. અથવા જાણી જોઈને દોષ લગાવ્યો હોય તો ગુરુ તેમજ ત્યાગી મહાત્માઓની પાસે આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. શ્રેષ્ઠતા એજ છે કે લીધેલા વ્રતોનું દઢતાપૂર્વક તેમજ દોષ રહિત પાલન થવું જોઈએ. (સચિત્ત દવ વિગઈ, પણી તાંબુલ વત્થ કુસુમેસુ.- વાહણ સયણ વિલવણ, ખંભ દિસિ હાણ ભત્તેસુ) (૧)સચિત્ત :- સચિત્ત વસ્તુઓ જે પણ ખાવા પીવામાં આવે, તે જાતિની મર્યાદા કરવી. જેમ કે લીલા શાકભાજી, ફળ, ફૂલ, વરિયાળી, એલચી, મેવો, મીઠું, જીરું, રાઈ, મેથી, અજવાયન(અજમો), કાચું પાણી ઇત્યાદિ. સચિત્ત વસ્તુ અગ્નિથી અથવા કોઈપણ શસ્ત્રથી પરિણત થઈ જવા પર અચિત્ત થઈ જાય છે. જો પૂર્ણ શસ્ત્રથી પરિણત ન થઈ હોય તો તેને સચિત્તમાં જ ગણવી. મિશ્રણ થયેલી ચીજ જેમ કે– પાન આદિમાં જેટલી સચેત વસ્તુઓ હોય તે બધાની જુદી-જુદી ગણતરી કરવી. સચિત્ત સંબંધી ધ્યાનમાં રાખવા યોગ્ય મુદ્દાઓ - ૧. બીજ કાઢયા વગર બધા ફળોને સચિત્તમાં ગણવા.બીજ પણ કાચા અને પાકા બે પ્રકારના હોય છે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઇએ ૨. વઘારેલી વનસ્પતિઓ તથા સેકેલા ડોડા (અર્ધ પક્વ હોય તો) સચિત્ત ગણવા. ૩. પાકા ફળોનો રસ કાઢીને તથા ગાળીને રાખ્યો હોય તો થોડો સમય થયા પછી અચિત્ત ગણવો. ૪. સાફ કરેલા ચોખાને છોડીને પ્રાયઃ બધાં અનાજ સચિત્ત. તે પીસવાથી તથા અગ્નિપર શેકવાથી અચિત્ત થાય પરંતુ પલાળવાથી, નહીં. ૫. બધી જાતના મીઠા સચિત્ત. ઉકાળીને બનાવ્યું હોય અથવા ગરમ કરેલ હોય તો અચિત્ત. પીસવા પર તો સચિત્ત જ રહે છે. ૬. ધાણાના બે ટુકડા થઈ જાય તો પણ સચિત્ત. પીસવાથી અચિત્ત થાય. ૭. કોઈ પ્રવાહી ચીજમાં મીઠું જીરું આદિ ઉપરથી નાખે તો અર્ધા કલાક સુધી સચિત્ત ગણાય અને સૂકી ચીજ ઉપર નાખ્યા હોય તો સચિત્ત જ રહે છે. નોધઃ- બીજી પણ કોઈ ધારણા હોય તો તેનું સ્પષ્ટીકરણ નિશ્ચિત કરી શકાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ jainology | (૨) દ્રવ્ય :− જેટલી ચીજો દિવસભરમાં ખાવા–પીવામાં આવે તેની મર્યાદા કરવી અથવા તૈયાર ચીજની એક જાતિ ગણી લેવી, પછી તેને કોઈપણ રીતે ખાવાની વિધિ હોય. બીજી રીત એ છે કે જેટલા પ્રકારના સ્વાદ બદલીને મેળવી મેળવીને ખાવામાં આવે તો તેનું ધ્યાન રાખીને ગણતરી કરવી. ચીજ ગણવાની રીત સરળ છે. દવા પાણી આગારમાં રાખી શકાય. બીજો પણ કોઈ આગાર અથવા ધારણા પણ કરી શકાય છે. 141 આગમસાર (૩) વિગય :– મહાવિગય(માખણ, મધ) નો ત્યાગ કરવો તેમજ પાંચ વિગયો (દૂધ, દહીં, ઘી, તેલ, મીઠા પદાર્થ-સાકર, ગોળ) માંથી ઓછામાં ઓછો એકનો ત્યાગ કરવો. એકનો પણ ત્યાગ ન થઈ શકે તો બધાની મર્યાદા કરી લેવી. ચા, રસગુલ્લા, માવાની ચિક્કીમાં બે વિગય ગણવા. ગુલાબજાંબુ માં ત્રણ વિગય ગણવા. દહીંમાંથી માખણ ન કાઢયું હોય તો તેને વિગયમાં(દહીં) ગણવું જેમ કે– રાયતું, મઠો આદિ. તેલની કોઈપણ ચીજ બનેલી હોય તો તેને તેલના વિગયમાં ગણવી, જેમ કે– શાક, અથાણાં, તળેલી ચીજો. સાકર, ગોળ અને તેમાંથી બનેલ ચીજો તેમજ શેરડીનો રસ આ બધાને મીઠા વિગયમાં ગણવા. પરંતુ જે ચીજ સાકર ગોળ વગર સ્વાભાવિક જ મીઠી હોય તો વિગયમાં ન ગણવી. જેમકે ફળ, મેવા, ખજૂર આદિ. દહીંથી બનાવેલ શાક, કઢી આદિમાં દહીંને વિગય ગણવામાં આવતું નથી. (૪) પન્ની :– પગમાં પહેરવાના જોડા, ચંપલ, આદિની જાતિ ચામડા, રબર આદિની મર્યાદા કરવી તથા જોડી નંગની મર્યાદા કરવી. સ્પર્શ આદિનો તથા ભૂલનો આગાર. ખોવાઈ જાય ને બીજી જોડી લેવી પડે તો આગાર રાખી શકાય છે ઘરના બધા ઉપરાંત પણ ત્યાગ કરી શકાય છે. મોજા વસ્ત્રમાં ગણવામાં આવે છે.(ચામડાની વસ્તુઓ પટા, પાકીટ, બુટ, ચપલ, વગેરેનાં ત્યાગનો લક્ષ્ય રાખવો. શહેરનાં મોટા ઉધોગોમાં આ બધી વસ્તુઓ કતલખાનામાંથી આવતી હોય છે. અશાતાવેદનીયનાં બંધનું કારણ છે.) = (૫) તાંબુલ :– મુખવાસની ચીજો જેમ કે– સોપારી, એલચી, વરીયાળી, પાન, ચૂર્ણ ઇત્યાદિ જાતિની મર્યાદા કરવી. મિશ્ર વસ્તુ જેમ કે પાન આદિમાં એક જાતિ પણ ગણી શકાય છે અને અલગ—અલગ પણ. જે ઇચ્છા હોય તે પ્રમાણે ગણવી. (૬) વસ્ત્ર :- પહેરવાના વસ્ત્ર અને કામમાં લેવાના વસ્ત્રોની ગણતરી કરવી. જેમ કે ખમીશ, પેંટ, રૂમાલ, ટુવાલ, દુપટ્ટા, ટોપી, પાઘડી, મોજા આદિ.( મુહપતિ, સામાયિક ના વસ્ત્ર કે ઉપકરણ મમત્વભાવ નહી હોવાથી પરિગ્રહ નથી, છતાં ધોવાનો વધારે આરંભ ન થાય તેનો વિવેક રાખવો .) (૭) કુસુમ :– સૂંઘવાના પદાર્થોની મર્યાદા કરવી, જાતિમાં.જેમ કે—તેલ અત્તર આદિ. કોઈ ચીજ પરીક્ષા ખાતર સૂંઘવામાં આવે જેમ કે ઘી, ફળ આદિનો આગાર. ભૂલ અથવા દવાનો આગાર. (૮) વાહન :– બધા પ્રકારની સવારીની જાતિ તથા નંગમાં મર્યાદા કરવી. જેમ કે– સાઈકલ, ઘોડાગાડી, સ્કૂટર, રિક્ષા, મોટર, રેલ, આદિ. વિશેષ પ્રસંગ માટે પાંચ નવકાર મંત્રના આગારથી જાતિ અને નંગની મર્યાદા કરવી. હવાઈ જહાજનો ત્યાગ.(વાયુકાય અને અગ્નિકાય નો મહાઆરંભ થાય છે માટે, તથા ધન પણ વધારે સંકળાયેલું હોવાથી પરંપરાથી પણ ક્રિયા વધે છે.) પૈસો દસ ધારવાળું શસ્ત્ર પૈસો ધન દ્રવ્ય માટે રૂઢ થયેલો શબ્દ છે.આ ધન કમાવતાં, સંગ્રહ કરતાં અને ખર્ચ કરતાં ત્રણે કાળ હિંસા કે કર્મબંધનું કારણ બને છે આરંભ વગર તે ઉપજતો નથી ખર્ચ પણ આરંભથીજ થાય છે. તેના ખર્ચથી જો શરીરને શાતા પહોંચતી હોય તો તે પણ સ્થાવર જીવોની વિરાધનાથી અને પુણ્યની ઉદીરણાથી થાય છે.પુણ્યનો વપરાશ થઈ જાય છે. સંગ્રહથી આશક્તિ માન કલેશ અને ભયનું કારણ બને છે. બેંકોમાં રાખવાથી લોન લેનાર દરેકના પાપમાંથી ભાગ મળે છે. શેરબજારમાંની શિપીંગ કંપનીઓ માછલાં પકડે છે. સરકાર ટેક્ષ નાખી તેમાંથી શસ્ત્રો ખરીદે છે. મુંબઈની મ્યુનીસીપાલટી કતલખાનું ચલાવે છે. આ બધાની અનુમોદના પૈસાનો વ્યવહાર કરતાં થઈજ જાય છે. ભોગને માટેજ પરિગ્રહ થાય છે અને પરિગ્રહથીજ ભોગો ભોગવાય છે. સ્ત્રી પુદગલનો સંયોગ પણ પરિગ્રહનાં કારણેજ થાય છે. બહુધા તો તે આજીવિકાનાં ભયને કારણેજ ભેગું કરાય છે. ધર્મકાર્યમાં પણ જયાં પૈસાનો વપરાશ થાય છે, ત્યાં અનેક દુસણો તેના કારણે પ્રવેશી જાય છે.આમ તે દસે દિશાઓથી સંહાર કરવાવાળું છે. (૯) શયન :– પાથરવાની તથા ઓઢવાની ગાદી, તકીયા, ચાદર, રજાઈ, પલંગ, ખુરશી આદિ ફર્નીચરની મર્યાદા નંગમાં કરવી. તેમાં સ્પર્શમાં અથવા ચાલવામાં પગ નીચે આવી જાય તો તેનો આગાર તથા જ્યાં ચીજની ગણતરી જ ન થઈ શકે એવા પ્રસંગોનો પણ આગાર. એક જગ્યાએ બેસવાનું સુવાનુ ગણવાનો કાયદો પણ કરી શકાય છે. જેમ કે—– ગાલીચા, ગાદલા, ચાદર, શેતરંજી આદિ એક સાથે હોયતો તેના પર બેસવાનું એક ગણવું. જેવી સુવિધા અને સરળતા હોય તે પ્રમાણે પોતાનો કાયદો બનાવીને મર્યાદા ધારણ કરવી. રોજ કામમાં આવવાવાળાનો આગાર રાખીને નવાની મર્યાદા કરી શકાય છે. (૧૦) વિલેપન :– જેટલી પણ લેપ અથવા શૃંગાર ની ચીજો શરીર પર લગાડાય તે જાતિની મર્યાદા કરવી. જેમ કે તેલ, પીઠી, સાબુ, ચંદન આદિનો લેપ, અત્તર, વેસેલીન, પાવડર, ક્રીમ, કુંકુમ, હિંગળો, મહેંદી આદિ. જમ્યા પછી ચીકણા હાથ અથવા બીજા સમયમાં કોઈ પણ લેપ પદાર્થથી હાથ ભરાઈ જાય તો તેને શરીર પર ફેરવવાની આદત હોય તો તેનો પણ આગાર રાખી શકાય છે. ભૂલ તેમજ દવાનો આગાર. = (૧૧) બ્રહ્મચર્ય :- સંપૂર્ણ રાત દિવસને માટે મૈથુન સેવનનો ત્યાગ અથવા મર્યાદા કરવી. સાત પ્રહર અથવા છ પ્રહર અથવા દિવસ ભરનો ત્યાગ કરવો અથવા ઘડીના સમયથી પણ મર્યાદા કરી શકાય છે. (૧૨) દિશા :– પોતાના સ્થાનથી ચારે દિશામાં સ્વાભાવિક કેટલા કિલોમીટરથી આગળ આવવું જવું નહિ તેની મર્યાદા કરવી. ઊંચી દિશામાં પહાડ ઉપર અથવા ત્રણ–ચાર માળના મકાન પર જવાનું હોય તો તેની મર્યાદા કરવી. નીચી દિશા– ભોંયરા આદિમાં જવું હોય તો તેની મર્યાદા મીટર અથવા ફૂટમાં અલગ કરી લેવી જોઇએ. વિશેષ પરિસ્થિતિમાં પાંચ નવકાર મંત્રના આગારથી મર્યાદા Page #142 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 142 કરવી કી.મી. અથવા પ્રાંતમાં. સ્વભાવિક વસ્તીની જમીન ઊંચી નીચી હોય તેનો આગાર. તાર, ચિટ્ટી, ટેલીફોન પોતે કરવાની મર્યાદા કરવી. કિ.મી. માં અથવા આખા ભારત વર્ષમાં અમુક-અમુક દેશ અર્થાત્ પ્રાંતમાં સંખ્યામાં પણ મર્યાદા કરી શકાય છે. (૧૩) સ્નાન :- આખા શરીર પર પાણી નાખીને સ્નાન કરવું મોટું સ્નાન” છે આખા શરીરને ભીના કપડાથી લૂછવું તે “મધ્યમ સ્નાન” છે અને હાથ, પગ, મોઢું ધોવું “નાનું સ્નાન” છે. તેની મર્યાદા કરવી તથા જ્ઞાનમાં કેટલું પાણી લેવું તેની મર્યાદા કરવી. લીટર અથવા ડોલમાં. તળાવ, નળ, વર્ષા અથવા માપ વગર પાણીનો ત્યાગ. રસ્તે ચાલતા નદી, વરસાદ આવી જાય તો ચાલવાનો આગાર અથવા જાણી જોઈને ન્હાવાનો ત્યાગ. લોકાચારનો આગાર. (૧૪) ભોજન:- દિવસમાં કેટલીવાર ખાવું તેની મર્યાદા કરવી. અર્થાત્ ભોજન દૂધ, ચા, નાસ્તો, સોપારી, ફળ, આદિને માટે જેટલી વાર મોઢું ચાલું રાખે તેની ગણતરી કરવી. કોઈ વ્યસન હોય તો તેને છોડી દેવું જોઇએ અથવા ગણી શકાય તો ગણવું અથવા આગાર કરી શકે છે. બીજો કોઈ આગાર અથવા ધારણા કાયમ કરી શકાય છે. [ઉપરના ચૌદ નિયમો સિવાય પરંપરાથી નીચેના નિયમ ઉમેર્યા છે. મૂળ પાઠમાં દ્રવ્યાદિ શબ્દ હોવાથી અને સંખ્યાનો નિર્દેશ ન હોવાથી તેમજ આ નીચે પ્રમાણેના બોલોની મય (૧૫) પૃથ્વીકાય:- માટી, મુરડ, ખડી, ગેરુ, હિંગળો, હરિતાલ આદિ પોતાના હાથથી આરંભ કરવાની મર્યાદા જાતિ, વજનમાં કરવી અથવા સંપૂર્ણ ત્યાગ કરવો. ખાવામાં ઉપરથી નિમક લેવાનો ત્યાગ અથવા મર્યાદા કરવી. પોતાના હાથથી નિમકનો આરંભ કરવાની મર્યાદા વજનમાં કરવી. (૧૬) અપૂકાય:- (૧) પાણી પીવું, સ્નાન કરવું, કપડા ધોવા, ઘર-કાર્ય આદિ માં પોતાના હાથથી વાપરવું, આરંભ કરવો, તેની કુલ મર્યાદા કરવી. સ્પર્શનું,અહીં-તહીં રાખવાનું, નાખવાનું, બીજાને દેવાનું અથવા પીવડાવવાનો આગાર. (૨) પાણીયારા- કેટલી જગ્યાનું પાણી પીવું તેની મર્યાદા પણ ગણતરી માં કરવી. (૧૭) તેઉકાય:- (૧) પોતાના હાથથી અગ્નિ જલાવવી કેટલીવાર તેની મર્યાદા કરવી. (૨) વીજળીના બટન ચાલુ-બંધ કરવાની ગણતરી નંગમાં કરવી. (૩)ચૂલા-ચોકા કેટલી જગ્યા ઉપરાંતની બનેલી ચીજનો ત્યાગ અથવા ચૂલાની ગણતરી કરવી. ઘરની બનેલી ચીજનો એક ચૂલો–ચોકો ગણી શકાય છે. ભોજન કેટલાય ચૂલા સગડી સ્ટવ આદિ પર બનેલ હોય. બહારની, પૈસાથી ખરીદેલી ચીજની બરાબર ખબર ન પડવાથી પ્રત્યેક ચીજનો એક ચૂલો ગણી શકે છે અર્થાત્ જેટલી ચીજ ખરીદીને લાવે તેના તેટલા ચૂલાની ગણતરી કરવી. બીજાને ઘરે જ્યાં ભોજન આદિ કરે તો તેના ઘરની ચીજોનો એક ચૂલો ગણવો અને વેચાતી ચીજો ધ્યાનમાં આવી જાય તો તેનો પ્રત્યેક ચીજના હિસાબથી અલગ ચૂલો ગણવો. (૧૮) વાયુકાય – પોતાના હાથથી હવા નાખવાના સાધનોની ગણતરી નંગમાં કરવી. વીજળીના બટન, પંખા, પુટ્ટા, નોટબુક, કપડા આદિ કોઈપણ વસ્તુથી હવા નાખવાનો પ્રસંગ આવે તો તેની ગણતરી કરવી. પોતે કરાવે તેને પણ ગણવા. સીધા સામે આવી જાય તો તેનો આગાર. ઝૂલા, પારણા આદિ પોતે કરે તેને પણ ગણવા. એક બટનને અનેક વાર કરવું પડે તો નંગમાં એકજ ગણી શકાય છે. કુલર, એર કંડીશનનો ત્યાગ મર્યાદા કરવી. (૧૯) વનસ્પતિકાય:- લીલા શાકભાજી, ફૂટ આદિનો ત્યાગ મર્યાદા કરવી, ખાવાની તેમજ આરંભ કરવાની. સ્પર્શ આદિનો. આગાર કરવો. સુવિધા હોય તો લીલોતરીના નામ તેમજ વજનનું સ્પષ્ટીકરણ પણ કરી શકાય છે. (સ્થાવર જીવોની સ્પર્શ માત્રથી વિરાધના થાય છે, તેનું હરહંમેશ ઉપયોગ પૂર્વક ધ્યાન રાખવું.) (૨૦) રાત્રિ-ભોજન - ચૌવિહાર અથવા તિવિહાર કરવો અથવા રાત્રિ ભોજનની મર્યાદા કરવી. રાત્રે કેટલીવાર ખાવું, પીવું કેટલીવાર, અથવા કેટલા વાગ્યા પછી ખાવાનો ત્યાગ અને પીવાનો ત્યાગ. સવારે સૂર્યોદય સુધી અથવા નવકારશી અથવા પોરસી, સુધીનો ત્યાગ. (૨૧) અસિ – પોતાના હાથથી જેટલા શસ્ત્ર ઓજાર આદિ કામમાં લેવા તેની મર્યાદા નંગમાં કરવી જેમ કે- સોય, કાતર, પત્રી, ચાકુ, છરી આદિ હજામતના સાધનોને આખો એક સેટ પણ ગણી શકે છે અને હજામ કરે તો તેની ગણતરી થઈ શકતી ન હોવાથી આગાર રાખી શકે છે. મોટા શસ્ત્ર- તલવાર, બંદૂક, ભાલા, બરછી પાવડા, કોદાળી આદિનો ત્યાગ કરવો અથવા મર્યાદા કરવી. (૨૨) મસી:- દુકાન, ધંધાનો પ્રકાર, નોકરી વગેરેની મર્યાદા કરવી. (૨૩) ખેતી–વ્યાપાર – ખેતી હોય તો તે સંબંધમાં એટલા વિઘા ઉપરાંતનો ત્યાગ અથવા સંપૂર્ણ ત્યાગ. અન્ય વ્યાપારોની મર્યાદા જાતિમાં કરવી, નોકરી હોય તો તે સિવાય બધા વ્યાપારનો ત્યાગ કરવો.નોકરી છુટી જાય તો નવાનો આગાર. ઘર ખર્ચમાં મર્યાદા કરવી. (૨૪) ઉપકરણ – ઘડીયાળ, ચશ્મા, કાચ, દાંતિયા, થાળી, વાટકા, ગ્લાસ, લોટા, બેગ, બોક્સ, કબાટ, બાજોઠ, રેડ્યિો આદિની. મર્યાદા કરવી પોતાના ઉપયોગને માટે રોજ કામમાં આવે તેનો આગાર કરીને નવાની મર્યાદા કરી શકે છે. (૨૫) આભૂષણ - શરીર પર પહેરવાના સોના-ચાંદીના આભૂષણની મર્યાદા જાતિ અથવા જંગમાં કરવી અથવા નવા પહેરવાનો ત્યાગ કરવો. (૨૬) સર્વ દ્રવ્ય સંબંધી મર્યાદાઓ કરવી. અચિતના વપરાશમાં પણ વિવેક રાખવો. બધીજ અચિત વસ્તુઓનું પણ ત્રસ સ્થાવરના આરંભથી જ નિર્માણ થાય છે. એક ગ્રામ સોનું એકગ્રામ સોનું મેળવવા માટે હજારો કિલો માટી જમીનમાંથી કેટલાંક કીલોમીટર નીચેથી ઉલેચવામાં આવે છે. ક્યાંકતો ગ્રેનાઈટ જેવા ખડકમાંથી તેનું પાવડર જેવું બારીક ચૂર્ણ કરી પછી તેના પર દસ ગણા પાણીથી પ્રક્રિયા કરવામાં આવે છે.ભઠીમાં નાખવામાં આવે છે. પાઈપવાટે ખાણિયા મજદૂરોને હવા પહોંચાડવામાં આવે છે. ક્યારેક તેમનાં ખોદકામ કરતા અકસ્માતમાં મૃત્યુ પણ થાય Page #143 -------------------------------------------------------------------------- ________________ jainology 143 આગમસાર છે. વિસ્ફોટ કરીને પથ્થરો તોડવામાં આવે છે. આવી રીતે મહાઆરંભ કરીને મેળવેલું સોનું ત્યાર પછી પણ જ્યારે પહેરવામાં આવે છે, ત્યારે માન અહંકાર ઈર્ષા અને અંતે ભયનું કારણ બને છે.કોઈને સોનાના કારણે જીવ ખોવાનો વખત પણ આવે છે. કલેશ કંકાશ ઉપજાવનારું, આસકિતનું કારણ આ સોનું પરભવમાં પણ તેવાજ સંસકારો આપે છે. પરંપરા, જૂના રીતિરિવાજો , રૂઢિઓને સમય પ્રમાણે બદલતાં નહિં શીખીએ તો દ્રવ્ય અને ભાવે નકસાનીજ થશે. શ્રાવક-શ્રાવિકાઓએ છ જવનિકાયનો થોકડો અવશ્યથી વાંચવો તથા સોન પહેરતાં કે ખરીદતાં પહેલા તે યાદ કરવો. પચ્ચકખાણ લેવાનો પાઠ - આ પ્રકારે જે મેં મર્યાદા અથવા આગાર રાખ્યા છે તે ઉપરાંત પોતાની સમજણ તથા ધારણા અનુસાર દવા અથવા કારણનો આગાર રાખતાં, ઉપયોગ સહિત ત્યાગ, એક કરણ ત્રણ યોગથી; ન કરેમી મણસા, વયસા, કાયસા(હું કરું નહિ મન, વચન, કાયાથી.) તસ્ય ભંતે પડિકમામિ નિંદામિ ગરિહામિ અપ્રાણં વોસિરામિ. પચ્ચખાણ પારવાનો પાઠ :- જો મે દેશાવગાસિયં પચ્ચખાણું ક્ય (જે મેં અહોરાત્રને માટે દ્રવ્યાદિની મર્યાદા કરીને બાકીના પચ્ચખાણ ક્ય છે) તે સમ્મકાએણે ફાસિયું, પાલિય, તીરિયં, કિતિયં, સોહિય, આરાહિય, આણાએ અણુપાલિયં ન ભવઈ તસ્સ મિચ્છામિ દુકકડં.(સમયક પ્રકારે તેનું પાલન ન થયું હોય તો પણ મને તેના સમયક ભાવ હોજો, હું તેનીજ શ્રધ્ધા કરું છું તેના સમયક પાલનમાં જ મારા આત્માનું હિત જાણું છું.) અથવાઃ- કાલે ધારણ કરેલા નિયમોમાં કોઈ અતિચાર દોષ લાગ્યા હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. નોંધ - આ નિયમો સિવાય સામાયિક, મૌન, ક્રોધ ત્યાગ, જૂઠનો ત્યાગ, કલહ ત્યાગ, નવકારસી, પોરિષી, સ્વાધ્યાય, પ્રતિજ્ઞા, ધ્યાન આદિ દૈનિક નિયમ પણ રોજ યથા શક્તિ કરી લેવા જોઈએ. ચૌદ (૨૩-૨૫) નિયમ ભરવાની રીત - ૩ દહીં x = 2 x 9 x 9 વિષય જ્ઞાન બોલવાની રીત લખવાની રીત ૧ સચિત્ત પદાર્થ ૫ ઉપરાંત ત્યાગ ૨ દ્રવ્ય (ખાવાના) ૨૫ ઉપરાંત ત્યાગ ૨૫ ૩ વિગય પાંચ ૪ ઉપરાંત ત્યાગ ૧ મહાવિગય બે ત્યાગ ૨ દૂધ-ચા ૨ વાર ઉપરાંત ત્યાગ ૨ વાર ૧ વાર ઉપરાંત ત્યાગ ૧ વાર ૪ ઘી (ઉપરથી) ત્યાગ ૫ તળેલા પદાર્થ ૫ જાતિ ઉપરાંત ત્યાગ દસાકરના પદાર્થ ૫ જાતિ ઉપરાંત ત્યાગ ૭ ગોળના પદાર્થ ત્યાગ ૪ પની (જોડા આદિ) ૩ જોડી ઉપરાંત ત્યાગ ૫ તંબોલ (મુખવાસ) ૪ જાતિ ઉપરાંત ત્યાગ ૬ વસ્ત્ર (પહેરવાના) ૨૫ નંગ ઉપરાંત ત્યાગ ૨૫ ૭ કુસુમ (સૂંઘવાના) ત્યાગ ૮ વાહન – જાતિ ઉપરાંત ત્યાગ નંગ છ ઉપરાંત ત્યાગ વિશેષ પરિસ્થિતિમાં જાતિ પાંચ ઉપરાંત ત્યાગ ૫ (પાંચ નવકારથી) નિંગ ૧૧ ઉપરાંત ત્યાગ ૧૧ ૯ શયન (પથારી) ૨૫ ઉપરાંત ત્યાગ ૨૫ ૧૦ વિલેપન (તેલાદિ) ૭ ઉપરાંત ત્યાગ ૭ ૧૧ અબ્રહ્મચર્ય-કુશીલનો ત્યાગ અથવા દિવસે ૪ ત્યાગ અથવા મર્યાદા ત્યાગ ૧૨ દિશા–ચારે દિશા ૮ કિ.મી. ઉપરાંત ત્યાગ ૮ કી.મી. વિશેષ પરિસ્થિતિમાં પ00 કિ.મી. ઉપરાંત ત્યાગ ૫00 કી પાંચ નવકારથીઃ ઉપર ૪ માળ ઉપરાંત ત્યાગ ૪ માળ નીચે ૨૦ ફુટ ઉપરાંત ત્યાગ ૨૦ ફુટ ૧૩ સ્નાન: નાનું ૩ ઉપરાંત ત્યાગ ૩ મોટું ૧ ઉપરાંત ત્યાગ મધ્યમ ૧૪ ભોજન –નાનું(નાસ્તો) ૧૦ ઉપરાંત ત્યાગ ૧૦ મોટું (જમવાનું) ૨ ઉપરાંત ત્યાગ ક Page #144 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ X X ૫ 144 ૧૫ સચિત્ત માટી આદિનો આરંભ ત્યાગ ઉપરથી મીઠું ત્યાગ ૧૬ પાણીનો ઉપયોગ ૫ બાલટી ઉપરાંત ત્યાગ ૫ પાણીયારા ૧૦ ઉપરાંત ત્યાગ ૧૭ અગ્નિ જલાવવી ૫ ઉપરાંત ત્યાગ વીજળીના બટન નંગ ૧૦ ઉપરાંત ત્યાગ ચોકા ૧૦ ઉપરાંત ત્યાગ ૧૦ ૧૮ પંખા-પુટ્ટા આદિ ૫ ઉપરાંત ત્યાગ ૧૯ લીલા-શાકભાજી, ફળ ૧૦ ઉપરાંત ત્યાગ ૧૦ બીજાને માટે ૫ ઉપરાંત ત્યાગ ૨૦ રાત્રિ ભોજન ત્યાગ અથવા (૧) ટાઈમથી ૧૦ વાગ્યા પછી ત્યાગ ૧૦ વાગે સુધી (૨) સંખ્યાથી ૨ વાર ઉપરાંત ત્યાગ ૨ વાર ૨૧ અસિ: સોય આદિ ૫ ઉપરાંત ત્યાગ તલવાર આદિ ત્યાગ ૨૨ મસિ–પેન આદિ સાધન ૧૦ ઉપરાંત ત્યાગ ૧૦ ૨૩ કૃષિઃ (૧) ખેતર વીઘા ત્યાગ (૨) વ્યાપાર જાતિ ૨ ઉપરાંત ત્યાગ (૩) પરિગ્રહ ઘર ઉપયોગ–૫૦ હજાર ઉપરાંત ત્યાગ ૫૦ હજાર ૨૪ ઉપકરણ(ઉપયોગી વસ્તુઓ)-૩૫ઉપરાંતત્યાગ ૩૫ ૨૫ નવા આભૂષણ જાતિ અથવા નંગ ૫ ઉપરાંત ત્યાગ (૫) પ્રશ્નઃ આ નિયમ તો ૨૫ છે તો પછી તેને ૧૪ નિયમ શા માટે કહે છે? ઉત્તરઃ શ્રાવકના દશમા વ્રતના પાઠમાં ‘દ્રવ્ય આદિ કહ્યું છે. ૧૪ આદિ સંખ્યા કહી નથી. પરંપરાથી ૧૪ સંખ્યા પ્રચલિત થઈ ગઈ છે. તેથી ૧૪ નિયમના નામથી પ્રસિદ્ધ થઈ ગયા છે. તેથી અહીં પ્રસિદ્ધ નામ જ દેવામાં આવ્યું છે પરંતુ દિનચર્યાના આવશ્યક નિયમોને જોડીને ૨૫ બોલ ર્યા છે. જેના અંતરબોલોના કુલ ૫૦ કોલમ બને છે. નોંધઃ બાર વ્રત અને ચૌદ નિયમની નાની પસ્તિકા પણ ઉપલબ્ધ છે. નવ તત્ત્વ: પચ્ચીસ ક્રિયા પદાર્થ (તત્ત્વ) નવ છે. આ નવ તત્ત્વનું જ્ઞાન તેમજ શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું આવશ્યક અંગ છે. શ્રાવકને આ નવ તત્ત્વનું જ્ઞાન હોવું જ જોઇએ. જેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. (૧) જીવ :- જ્ઞાન, દર્શનયુક્ત તેમજ ઉપયોગ ગુણવાળા, ચેતના લક્ષણવાળા અને સંસાર અવસ્થામાં જન્મ મરણ તેમજ ગમનાગમન રૂપ ગતિ આદિ કરવા વાળા જીવ દ્રવ્ય છે. સુખદુઃખનો જાણ, સુખદુઃખનો વેદક, કર્મનો કર્તા, ભોકતા, અજરઅમર અવિનાશી છે. જીવ તત્ત્વ અરૂપી છે, શાશ્વત છે, અસંખ્ય પ્રદેશ છે અને સંકોચ વિસ્તાર સ્વભાવવાળા છે અર્થાત્ જેને જેટલું શરીર મળ્યું હોય તેટલામાં આત્માનો સમાવેશ થઈ જાય છે. સંસારી અને સિદ્ધ આ બે તેની મુખ્ય અવસ્થા છે. (૨) અજીવ - જીવ સિવાયના લોકના સમસ્ત પદાર્થનો અજીવ તત્ત્વમાં સમાવેશ થાય છે. તે રૂપી, અરૂપી બંને પ્રકારના હોય છે. જીવોએ છોડેલું શરીર આદિ રૂપે પણ હોય છે તથા પુદ્ગલના અન્ય વિવિધ રૂપે પણ હોય છે. ધર્માસ્તિકાય આદિ દ્રવ્ય પણ અરૂપી અજીવ રૂપ છે. તેમાં ચેતના લક્ષણ હોતું નથી. અજીવ સ્વેચ્છાએ ગમનાગમન કરતા નથી. પરપ્રયોગથી અને સ્વભાવથી પુદ્ગલોની. ગતિ હોય છે. સ્કૂલ દષ્ટિથી જીવ અજીવ બે દ્રવ્યોમાંજ સમસ્ત પદાર્થો નો સમાવેશ થઈ જાય છે. (૩) પુણ્ય :- નાના મોટા કોઈપણ જીવ, જંતુ, પ્રાણીને સુખ પહોંચાડવું; ભૌતિક શાંતિ સુવિધા આપવી તે પુણ્ય છે. અર્થાત્ મન ખ પહોંચાડવું, સત્કાર, સન્માન, નમસ્કારથી મનોજ્ઞ વ્યવહાર કરવો, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, બિછાના આદિ દઈને સુખ પહોંચાડવું પુણ્ય છે. શાસ્ત્રમાં તેના ૯ ભેદ કહ્યા છે. (૪) પાપ – કોઈપણ પ્રવૃત્તિથી પ્રાણીઓને દુઃખ પહોંચાડવું તે પાપ છે તેના અઢાર પ્રકાર છે. (૫) આશ્રવ – જે અવ્રત અને અપખાણે કરી, વિષય કષાય સેવ કરી, આત્મામાં આઠ કર્મોની આવક થવાની પ્રવૃત્તિને આશ્રવ તત્ત્વ કહેવાય છે. તેના ૨૦ ભેદ કહ્યા છે. (૬) સંવર:- આશ્રવને રોકવાની પ્રવૃત્તિઓ સંવર છે. તેના પણ ૨૦ ભેદ છે. (૭) નિર્જરા - કર્મોનો વિશેષ ક્ષય કરવાના કાર્યોને નિર્જરા કહેવાય છે. નિર્જરાના ૧૨ પ્રકાર છે જે ૧૨ પ્રકારના તપ પણ કહેવાય છે. તેમાં છ અત્યંતર તપ છે અને છ બાહ્ય તપ છે. (૮) બંધ:- આત્માની સાથે કમનું ચોટી જવું તે બંધ છે. પ્રકૃતિબંધ,સ્થિતિબંધ,અનુભાગબંધ અને પ્રદેશબંધ આ ચાર પ્રકારથી પરિપૂર્ણ બંધ થાય છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ jainology | 145 આગમસાર (૯) મોક્ષ :– સંપૂર્ણ કર્મક્ષય થઈને મુક્ત અવસ્થા પ્રાપ્ત થઈ જાય તે મોક્ષ છે તેના સમ્યગ્ જ્ઞાન,દર્શન,ચારિત્ર,તપ આ ચાર ઉપાય છે. [વિસ્તૃત જાણકારી માટે નવ તત્ત્વનો થોકડો તેમજ નવ તત્ત્વ વિસ્તાર સંબંધી સાહિત્યનું અધ્યયન કરવું જોઇએ.] શ્રાવકોએ જાણવા યોગ્ય ૨૫ ક્રિયા કાયિકી આદિ પાંચ ક્રિયા ઃ ૧. કાયિકી શરીરના બાહ્ય સંચારથી. ૩. પ્રાદોષિકી– કષાયોના અસ્તિત્વથી. ૨. અધિકરણિકી-શસ્ત્ર ધારણ કરવાથી. ૪. પરિતાપનિકી– શરીરથી કષ્ટ પહોંચાડવા પર ૫. પ્રાણાતિપાતિકી— હિંસાની પ્રવૃત્તિ અને હિંસાના સંકલ્પથી. – ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર. આરંભિકી આદિ પાંચ ક્રિયા ઃ– ૧. આરંભિકી– જીવ હિંસા થઈ જવા પર. ૨. પરિગ્રહિકી− કોઈમાં પણ મોહ મમત્ત્વ રાખવાથી. ૩. માયાપ્રત્યયા– ક્રોધ, માન, માયા, લોભ, કરવાથી અથવા તેના ઉદયથી. ૪. અપ્રત્યાખ્યાનિકી– પદાર્થોનો અથવા પાપોનો ત્યાગ(પચ્ચખાણ) ન કરવાથી. ૫. મિથ્યાત્વ– ખોટી માન્યતા તેમજ ખોટી શ્રદ્ધા, પ્રરૂપણાથી. – ભગવતી સૂત્ર, ઠાણાંગ સૂત્ર દૃષ્ટિજા આદિ આઠ ક્રિયા ઃ ૧. દષ્ટિજા(દિટ્ટીયા)– કોઈપણ પદાર્થને રાગદ્વેશથી જોવાથી. ૨. સ્પર્શજા(પુટ્ટીયા)– કોઈપણ ચીજનો સ્પર્શ કરવાથી. ૩. નિમિત્તિકી– કોઈ વસ્તુ અથવા વ્યક્તિના સંબંધમાં ખરાબ વિચારવા, બોલવાથી અથવા સહયોગ કરવાથી. ૪. સામાન્તોપનિપાતિકી– જીવ અજીવનો સમુદાય મેળવવાથી. ૫. સ્વહસ્તિકી(સાહશ્રિયા)– પોતાના હાથથી કાર્ય કરવાથી. ૬. નેસૃષ્ટિકી– કોઈ પણ જીવ અજીવને ફેંકવાથી. ૭. આજ્ઞાપનિકી– કોઈ પણ કાર્યની આજ્ઞા દેવાથી. ૮. વિદારણી– કોઈ વસ્તુને ફાડવા–તોડવાથી. –ઠાણાંગ સૂત્ર. અનાભોગ આદિ સાત ક્રિયા ઃ = ૧. અણાભોગ– અજાણપણે પાપ પ્રવૃત્તિ થવાથી. ૩. રાગ પ્રત્યયા– કોઈ પર રાગ ભાવ કરવાથી. ૨. અનવકાંક્ષા— ઉપેક્ષાથી, બેપરવાહ વૃત્તિથી. ૪. દ્વેષ પ્રત્યયા—– કોઈપર દ્વેષ ભાવ કરવાથી. ૫. પ્રયોગપ્રત્યયા– મન, વચન, કાયાની માઠી પ્રવૃત્તિઓથી. ૬. સામુદાનિકી− સામુહિક પ્રવૃત્તિઓથી તેમજ ચિંતનથી. ૭. ઈર્યાપથિકી— વીતરાગી ભગવાનને યોગ પ્રવૃત્તિથી ઠાણાંગ સૂત્ર આ ૫+૫+૮+૭ ઊ પચ્ચીસ ક્રિયાઓમાં સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ તેમજ વિભિન્ન પ્રકારની સ્કૂલ બધી ક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વીતરાગી મનુષ્યોને પોતાની સમસ્ત પ્રવૃત્તિઓમાં ફક્ત ૨૫મી ક્રિયાજ લાગે છે બાકી સંસારી જીવોને ઉ૫૨ કહેલ ૨૪ ક્રિયાઓમાંથી કોઈપણ ક્રિયા લાગતી રહે છે. આ ક્રિયાઓથી હીનાધિક વિભિન્ન માત્રામાં જીવ કર્મબંધ કરે છે એવું જાણીને બનતી કોશિશે આનાથી બચવાનો મોક્ષાર્થીએ પૂરો પ્રયત્ન કરવો જોઇએ. શ્રાવકના ૨૧ ગુણો : ચાર પ્રકારે પ્રથમ પ્રકારે : ૨૧ આદર્શ ગુણો ઃ - શ્રાવકે સામાન્ય કક્ષામાં પણ નિરંતર પ્રગતિશીલ રહેવું જોઇએ તેમજ વિશિષ્ટ ગુણોની ઉપલબ્ધિ કરવી જોઇએ. (૧) જીવ અજીવનું જાણકાર થવું. (૨) પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષના સાચા સ્વરૂપનું જ્ઞાતા એટલે જાણકાર થવું. (૩) કર્મબંધ કરાવવાવાળી પચીસ ક્રિયાઓના જાણકાર થવું. (૪) ૧૪ નિયમ(૨૩ નિયમ) હંમેશાં ધારણ કરવા. ત્રણ મનોરથનું હંમેશાં ચિંતન કરવું. (૫) સૂતાને ઉઠતાં સમયે ધર્મ જાગરણ કરે અર્થાત્ આત્મ વિકાસનું ચિંતન કરે. (૬) દઢધર્મી અને પ્રિયધર્મી એવા બને કે તેને દેવપણ ધર્મથી ડગાવી ન શકે. (૭)જીવનમાં દેવ-સહાયતાની આશા ન રાખે,દેવી દેવતાની માનતા ન કરે (૮) પોતાના સિદ્ધાંતમાં કોવિદ યાને પંડિત બને. (૯) દર મહિને ૬-૬ પૌષધ કરે. (૧૦) સમાજમાં પૂર્ણ વિશ્વાસ પાત્ર બનવું તેમજ પ્રતિષ્ઠિત જીવન બનાવવું. (૧૧) તપ તેમજ ક્ષમાની શક્તિનો વિકાશ કરે. (૧૨) દાન શીલના આચરણમાં દરરોજ પ્રગતિ કરે. (૧૩) ગામમાં બિરાજીત સંત સતીજીઓના દર્શન, વંદન આદિ પ્રવૃત્તિ માટે સમય નક્કી કરી રાખવો. (૧૪–૧૫) આહાર, વસ્ત્ર, મકાન, પાટ, પાત્ર ઔષધ આદિ પદાર્થોનું સુપાત્ર દાન દેવાની ભાવના ભાવવી તેમજ તે સંબંધી નિર્દોષતાનો વિવેક રાખવો. (૧૬) ગંભીર અને સહિષ્ણુ બનવાનો પ્રયત્ન કરે. (૧૭) વ્યાપારને ઘટાડે, સાંસારિક પ્રવૃત્તિઓથી ક્રમશઃ નિવૃત્ત થવાનો પ્રયત્ન કરે. (૧૮) ઉદાસીન વૃત્તિની, વૈરાગ્યની તેમજ ત્યાગ પચ્ચક્ખાણની વૃદ્ધિ કરે. (૧૯) ૧. રાત્રિ ભોજનનો સર્વથા ત્યાગ કરે, ૨. જમીનકંદ– અનંતકાય આદિનો સર્વથા ત્યાગ કરે, ૩. સચિત્તનો સર્વથા ત્યાગ કરે, ૪. પંદર કર્માદાનનો સર્વથા ત્યાગ કરે, તેમજ ૫. મિથ્યાત્વમય પ્રવૃત્તિનો ત્યાગ કરે. આ પાંચ પચ્ચક્ખાણ કરવા માટે શ્રાવકે હંમેશા પ્રયત્નશીલ બનવું જોઇએ. (૨૦) નિવૃત્તિમય સાધનાનો અવસર પ્રાપ્ત કરીને આનંદાદિ શ્રાવકની જેમ પૌષધશાળામાં રહીને શ્રાવક પ્રતિમાઓની યથાશકિત આરાધના કરે. અવસર પ્રાપ્ત થવા પર સંયમ ગ્રહણ કરવાની તૈયારી રાખે. (૨૧) ત્રીજા મનોરથને પૂર્ણ કરવાનો અવસર જાણીને સાવધાની પૂર્વક સ્વતઃ સંથારાનો, પંડિત મરણનો સ્વીકાર કરે. Page #146 -------------------------------------------------------------------------- ________________ 146 આગમચાર-પૂર્વાર્ધ દ્વિતીય પ્રકારે ૨૧ ગુણોઃ૧. શ્રાવક નવ તત્ત્વ, ૨૫ ક્રિયાના જાણકાર હોય. ૨. ધર્મની કરણીમાં કોઈની સહાય વાંછે નહી. ૩. કોઈના દ્વારા ચલાયમાન કરવા છતાં ધર્મથી ચલિત થાય નહીં. ૪. જિનધર્મમાં શંકા, કાંક્ષા, વિતિગિચ્છા કરે નહીં. ૫. લદ્ધિયટ્ટા, ગહિયટ્ટા, પુચ્છિયા, વિણિચ્છિયટ્ટા હોય, જે સૂત્ર–અર્થરૂપ જ્ઞાનને ધારણ કર્યું છે તેનો નિર્ણય કરે, પ્રમાદ કરે નહીં. ૬. હાડ-હાડની મજ્જામાં ધર્મના રંગથી રંગાયમાન રહે. ૭. મારું આયુષ્ય અસ્થિર છે જિનધર્મ સાર છે, એવી ચિંતવના કરે. ૮. સ્ફટિક રત્ન જેવા નિર્મળ રહે, ફૂડ-કપટ રાખે નહિ. ૯. સુપાત્ર દાન દેવામાં ઉત્સાહીત ચિતવાળા છે. ૧૦. મહિનામાં છ-છ પૌષધ કરે બે આઠમ, બે પંચમી, બે પાખી. ૧૧. શ્રાવકજી રાજાનાં અંતઃપુરમાં, રાજાના ભંડારમાં કે સાહુકારની દુકાનમાં જાય તો પ્રતીતકારી હોય. ૧૨. ગ્રહણ કરેલા વ્રત પ્રત્યાખ્યાન નિર્મળ પાળે, દોષ લગાડે નહીં. ૧૩. ચૌદ પ્રકારના નિર્દોષ પદાર્થ સાધુ-સાધ્વીને વહોરાવે. ૧૪. ધર્મનો ઉપદેશ આપે, પ્રમાદ કરે નહીં. ૧૫. શ્રાવકજી સદા ત્રણ મનોરથનું ચિંતન કરે, પ્રમાદ કરે નહીં. તીર્થના ગુણગ્રામ કરે, અન્યતીર્થીના ગુણગ્રામ કરે નહીં. ૧૭. સૂત્ર-સિદ્ધાંત સાંભળે પરંતુ પ્રમાદ કરે નહીં. ૧૮. કોઈ નવો માણસ ધર્મ પામ્યો હોય તેને યોગ્ય સહાય કરે, જ્ઞાન શીખવે. ૧૯. ઉભય સંધ્યા(કાલ) પ્રતિક્રમણ કરે, પ્રમાદ કરે નહીં. ૨૦. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખે, વૈર-વિરોધ કોઈથી રાખે નહીં. ૨૧. શક્તિ પ્રમાણે તપસ્યા અવશ્ય કરે અને જ્ઞાન શીખવામાં પરિશ્રમ કરે. તૃતીય પ્રકારે : ૨૧ લક્ષણ : ૧. અલ્પ ઇચ્છા-ઇચ્છા તૃષ્ણાને ઓછી કરવાવાળો હોય.૨. અલ્પ આરંભી– હિંસાકારી પ્રવૃત્તિઓને ઓછી કરવાવાળો હોય. ૩. અલ્પ પરિગ્રહી– પરિગ્રહને ઓછો કરવાવાળો હોય.૪. સશીલ– આચાર વિચારની શદ્ધતા રાખવાવાળો શીલવાન હોય. ૫. સુવતી– ગ્રહણ કરેલા વ્રતોનું શુદ્ધતાપૂર્વક પાલન કરવાવાળો હોય.. ધર્મનિષ્ઠ– ધર્મ કાર્યોમાં નિષ્ઠા રાખવાવાળો હોય. ૭. ધર્મપ્રવૃત્તિ- મન વચન કાયાથી ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરવાવાળો હોય. ૮. કલ્પ ઉગ્રવિહારી- ઉપસર્ગ આવવા પર પણ મર્યાદાની વિરુદ્ધ કાર્યન કરવાવાળો હોય. ૯. મહાસંવેગી-નિવૃત્તિ માર્ગમાં લીન રહેવાવાળો હોય.૧૦. ઉદાસીન– સંસારની પ્રવૃત્તિઓ પ્રત્યે ઉદાસીનતા રાખવાવાળો હોય. ૧૧. વૈરાગ્યવાન- આરંભ પરિગ્રહને છોડવાની ઈચ્છા રાખવાવાળો હોય.૧૨. એકાંતઆર્ય-નિષ્કપટી, સરળ સ્વભાવી હોય. ૧૩. સમ્યગમાર્ગી– સમ્યમ્ જ્ઞાન દર્શન ચારિત્રના માર્ગ પર ચાલવાવાળો હોય.૧૪. સુસાધુ– આત્મસાધના કરવાવાળો હોય. ૧૫. સુપાત્ર- સદણ તેમજ સભ્ય જ્ઞાનને સુરક્ષિત રાખવાવાળો હોય. ૧૬. ઉત્તમ- સદ્ગુણોથી યુક્ત તેમજ સદ્ગુણાનુરાગી હોય. ૧૭. ક્રિયાવાદી- શુદ્ધ ક્રિયા કરવાવાળો હોય.૧૮. આસ્તિક–દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન આસ્થાવાન હોય. ૧૯. આરાધક– જિનાજ્ઞા અનુસાર ધર્મની આરાધના કરવાવાળો હોય.૨૦. પ્રભાવક- જિન શાસનની પ્રભાવના કરવાવાળો હોય. ૨૧. અરિહંત શિષ્ય- અરિહંત ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભક્તિ કરવાવાળો તેમજ તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાવાળો હોય. ચતુર્થ પ્રકારે ૨૧ ગુણોઃ ૧. અશુદ્ર-ગંભીર સ્વભાવી હોય. ૨. રૂપવાન- સુંદર, તેજસ્વી અને સશક્ત શરીરવાળો હોય.(પુણ્યના ઉદયને કારણે) ૩. પ્રકૃતિ સૌમ્ય- શાંત, દાંત, ક્ષમાવાન અને શીતલ સ્વભાવી હોય. ૪. લોકપ્રિય– ઈહલોક પરલોકના વિરુદ્ધ કાર્ય કરવાવાળો ન હોય.૫. અકૂર– કૂરતા રહિત, સરળ તેમજ ગુણગ્રાહી હોય. ૬. ભીરુ– લોક અપવાદ, પાપકર્મ તેમજ અનીતિથી ડરવાવાળો હોય.૭. અશઠ– ચતુર તેમજ વિવેકવાન હોય. ૮. સુદક્ષિણ- વિચક્ષણ તેમજ અવસરનો જાણકાર હોય.૯. લજ્જાળુ- કુકર્મો પ્રત્યે લજ્જાશીલ હોય. ૧૦. દયાળુ- પરોપકારી તેમજ બધા જીવો પ્રત્યે દયાશીલ હોય. ૧૧. મધ્યસ્થ– અનુકૂળતા, પ્રતિકૂળતામાં સમભાવ રાખવાવાળો હોય.૧૨. સુદષ્ટિ-પવિત્ર દષ્ટિવાળો હોય. ૧૩. ગુણાનુરાગી- ગુણોનો પ્રેમી તેમજ પ્રશંસક હોય.૧૪. સુપક્ષયુક્ત- ન્યાય અને ન્યાયીનો પક્ષ લેવાવાળો હોય. ૧૫. સુદીર્ધદષ્ટિ– દૂરગામી દષ્ટિવાળો હોય.૧૬. વિશેષજ્ઞ-જીવાદિ તત્ત્વોનો તેમજ હિત અહિતનો જ્ઞાતા હોય. ૧૭. વૃદ્ધઅનુગ– ગુણવૃદ્ધ તેમજ વયોવૃદ્ધનો આજ્ઞાપાલક હોય.૧૮. વિનીત– ગુણીજનો, ગુરુજનો પ્રત્યે વિનમ્ર હોય. ૧૯. કૃતજ્ઞ– ઉપકારને ભૂલવાવાળો ન હોય. ૨૦. પરહિત કર્તા- મન, વચન, કાયાથી બીજાઓનું હિત કરવાવાળો હોય. ૨૧. લબ્ધલક્ષ્ય- લક્ષ્ય પ્રાપ્તિને માટે અધિકાધિક શાસ્ત્રોનું જ્ઞાન કરવાવાળો હોય. નોટ:(નોંધઃ) અલગ-અલગ અપેક્ષાથી ભિન્ન-ભિન્ન પ્રકારે ૨૧ ગુણોનું સંકલન ક્યું છે. ઔષધ ઉપચારમાં વિવેક રોગનાં ઉદયમાં,અશાતામાં શ્રાવકોએ ભયભીત અને આક્રત ન થતાં, પૂર્વ કર્મનો ઉદય જાણી ઉપચારમાં પણ અહિંસક રહેવું જોઈએ. કોડ લીવર ઓઈલ(માછલીનું તેલ), લસણ, ઘઉનાં જવારાનો રસ બીટ,ગાજર.જેવા અતિ પાપમય ઉપચારો ન કરવા જોઈએ. અને પોતાનો અનુકંપાનો ભાવ કાયમ રાખવો જોઇએ. અસાધ્ય રોગોમાં અથવા મોટી ઉમરે તો પોતાના ત્રીજા મનોરથનો અવસર જાણી એ દિશામાં આગળ વધવુ જોઇએ. છે શ્રાવકાચાર સંબંધી પરિશિષ્ટો સંપૂર્ણ Page #147 -------------------------------------------------------------------------- ________________ jainology | [ભગવતી સૂત્ર : શતક–૨૫, ઉદ્દેશક–૬] સંક્ષિપ્ત પરિચય :– 147 નિગ્રંથ સ્વરૂપઃ ૬ નિયંઠા આગમસાર આ ઉદ્દેશકમાં છ પ્રકારના નિગ્રંથોનું સ્વરૂપ ૩૬ દ્વારના માધ્યમથી ર્યું છે. નિગ્રંથ :। :– રાગ દ્વેષાદિ ગ્રંથિથી જે રહિત હોય, તે ગ્રંથિનો નાશ કરવા માટે જે પુરુષાર્થશીલ હોય, તે નિગ્રંથ કહેવાય છે, તે સર્વવિરતિ સાધુ હોય છે. તેની વિવિધ અવસ્થાઓના આધારે શાસ્ત્રકારે તેના છ પ્રકાર કહ્યા છે. (૧) પુલાક : પુલાક નામની લબ્ધિના પ્રયોગથી મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ સેવન કરીને જે પોતાના ચારિત્રને શાળના પૂળાની જેમ નિઃસાર બનાવી દે છે, તેને પુલાક કહે છે. તે નિગ્રંથ સંઘ કે શાસન પર કોઈ આપત્તિ આવે ત્યારે લબ્ધિના પ્રયોગથી ચક્રવર્તીને પણ શિક્ષા આપી શકે છે, દંડિત કરી શકે છે અને તે નિગ્રંથ, પુલાક લબ્ધિના પ્રયોગ દ્વારા અંતર્મુહૂર્તમાં આપત્તિનું નિવારણ કરી શકે છે. તે નિગ્રંથનું ગુણ સ્વરૂપ પાણીથી ભરેલી મશકનું મુખ ખોલી નાખવા સમાન છે. જે રીતે મશકનું મુખ ખોલતાની સાથે જ પાણી શીવ્રતાથી બહાર નીકળી જાય છે, તે જ રીતે પુલાક લબ્ધિ પ્રયોગના સમયે તેના સંયમપર્યવોનો શીઘ્રતાથી હ્રાસ થાય છે. જો અંતર્મુહૂર્તમાં જ તેની આલોચના વગેરે કરીને શુદ્ધ થઈ જાય તો કષાયકુશીલ નિગ્રંથપણું પામે છે, અન્યથા ખાલી મશકની જેમ તે અસંયમ અવસ્થાને પામે છે. (૨) બકુશ :– સંયમ સ્વીકાર્યા પછી માનસિક શિથિલતાથી, અસહનશીલતાથી કે શરીરની આસક્તિથી ચારિત્ર પાલનમાં પ્રમાદનું સેવન કરતાં ઉત્તરગુણમાં દોષોનું સેવન કરીને જે સાધુ પોતાના ચારિત્રને શબલ એટલે કાબર ચિત્તડું બનાવી દે છે તેને બકુશ કહે છે. તે સાધુ પોતાના શરીરની કે ઉપકરણોની વિભૂષા કરવા અનેક પ્રકારે દોષોનું સેવન કરે છે. બકુશ નિગ્રંથનું સ્વરૂપ પાણીની ટાંકીમાં તિરાડોની સમાન છે. ટાંકીમાં ઉપરથી પાણી ભરાઈ રહ્યું હોય અને નાની નાની તિરાડમાંથી પાણી બહાર વહી રહ્યું હોય, તે સમયે તિરાડ નાની નાની હોવાથી અને પાણી ભરવાનું ચાલુ હોવાથી પાણીનું સંરક્ષણ અને વિતરણ બંને કાર્યવાહી ચાલે છે. વ્યક્તિ જો તેની ઉપેક્ષા કરે, તિરાડ મોટી થઈ જાય અને પાણીની જાવક વધી જાય તો કાર્ય અટકી જાય છે. તે જ રીતે બકુશ નિગ્રંથ ઉત્તરગુણમાં દોષસેવન કરે છે છતાં જ્ઞાનાદિની આરાધના ચાલુ હોવાથી તેના સંયમ પર્યવો જળવાઈ રહે છે અને જીવનપર્યંત પણ આ પરિસ્થિતિ ટકી શકે છે પરંતુ મોટી તિરાડની જેમ જો દોષસેવનની માત્રા વધી જાય, અશુભલેશ્યાના પરિણામો આવી જાય તો તે કાળાંતરે અસંયમભાવને પામે છે. (નિયંઠામાં છ લેશ્યા હોઇ શકે છે. અશુભ લેશ્યાઓ વધારે સમય રહે તો નિયંઠા અસંયમને પામે છે.) કુશીલ :– મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવનથી અથવા સંજ્વલન કષાયના ઉદયથી જેનું ચારિત્ર દૂષિત થયું હોય તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ. (૩) પ્રતિસેવનાકુશીલ :– પ્રમાદ આદિના નિમિત્તથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષના સેવનથી જે પોતાના ચારિત્રને દૂષિત બનાવે, તેને પ્રતિસેવનાકુશીલ કહે છે. તેનું સ્વરૂપ પાણીની ટાંકીમાં છિદ્ર પડવા સમાન છે. જે રીતે છિદ્રને ટૂંક સમયમાં પૂરી દેવામાં આવે, તો કાર્યવાહી યથાવત્ ચાલતી રહી શકે પરંતુ બેદરકારીથી છિદ્ર મોટું થઈ જાય, તો પાણી શીઘ્ર ખાલી થઈ જાય છે. તે જ રીતે આ નિગ્રંથ પણ દોષસેવનની મર્યાદામાં ૨હે, યથાસમય દોષ શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય રાખે ત્યાં સુધી તેનો સંયમભાવ રહે છે અન્યથા દોષસેવનની મર્યાદાનું ઉલ્લંઘન કરે, શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય ન રાખે અથવા અશુભ લેશ્યાના પરિણામો આવી જાય તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે. (૪) કષાયકુશીલ :– તે સાધુ મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરતા નથી. તે મહાવ્રત, સમિતિ, ગુપ્તિનું યથાર્થ પાલન કરે છે. તેમ છતાં માત્ર સંજ્વલન કષાયના ઉદયના કારણે જેનું ચારિત્ર કંઈક અંશે દૂષિત થાય છે તેને કષાયકુશીલ કહે છે. (૫) નિગ્રંથ :- રાગ દ્વેષની ગ્રંથીનો સર્વથા ઉપશમ અથવા ક્ષય થયો હોય તેવા છદ્મસ્થ વીતરાગી સાધકને નિગ્રંથ કહે છે. તેઓમાં અગિયારમું અને બારમું બે ગુણસ્થાન હોય છે. અગિયારમા ગુણસ્થાને ઉપશાંત વીતરાગ અને બારમા ગુણસ્થાને ક્ષીણ વીતરાગ હોય છે. - (૬) સ્નાતક :– જેનું ચારિત્ર અખંડ છે, જે ચાર ઘાતિકર્મથી રહિત છે, તેવા કેવળી ભગવાનને સ્નાતક કહે છે. તેઓમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ રીતે છ પ્રકારના નિગ્રંથો ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામી હોય છે. સૂત્રકારે તેના ભેદ–પ્રભેદ વગેરેનું ૩૬ દ્વારથી વિસ્તૃત વર્ણન ર્યું છે. પ્રત્યેક નિગ્રંથના પાંચ-પાંચ ભેદ = નિગ્રંથ :- મિથ્યાત્વાદિ આપ્યંતર ગ્રંથી અને ધન-ધાન્યાદિ બાહ્ય ગ્રંથિથી રહિત સર્વ વિરત શ્રમણોને નિગ્રંથ કહે છે. ચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે છ ભેદોમાં તેમનું વર્ણન આ પ્રમાણે છે— (૧) પુલાક :– શાળ—ચોખાના પૂળામાં સારભાગ અલ્પ અને ઘાસ, માટી આદિ નિઃસાર ભાગ અધિક હોય, તેમ જેના ચારિત્રમાં સાર ભાગ અલ્પ અને નિઃસાર ભાગ અધિક હોય તેને પુલાક કહે છે. સંયમ પ્રાપ્તિના સમયે સાધક, કષાય કુશીલ નિયંઠાને પ્રાપ્ત થાય છે. તેની સંયમ સાધનાથી સંયમ પર્યાયોની વૃદ્ધિ થાય અને નવ પૂર્વના જ્ઞાનની પ્રાપ્તિ થાય, ત્યાર પછી નિર્દોષ ચારિત્રનું પાલન કરનાર કેટલાક સાધકોને પુલાક નામની લબ્ધિ પ્રગટ થાય છે. તે સાધુ કોઈ આવશ્યક પ્રસંગે અથવા જ્ઞાન, દર્શનાદિ પ્રયોજનથી તે લબ્ધિનો પ્રયોગ કરે છે. લબ્ધિપ્રયોગ અવસ્થામાં અંતર્મુહૂર્ત માટે તેને પુલાક નિગ્રંથ કહે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ 148 આગમસાર–પૂર્વાર્ધ આ નિગ્રંથ, ચતુર્વિધ સંઘ આદિ પર આવેલી આપત્તિને દૂર કરવા માટે અન્ય કોઈ માર્ગ ન હોય, ત્યારે અનિવાર્ય સંયોગોમાં લબ્ધિ પ્રયોગ દ્વારા ચક્રવર્તી, રાજા આદિને પણ ભયભીત કરી શકે છે, દંડ આપી શકે છે. તેના સંયમમાં મૂળગુણ પ્રતિસેવના અને ક્યારેક ઉત્તરગુણ પ્રતિસેવના પણ થાય છે. લબ્ધિ પ્રયોગ સમયે આવેશ, અક્ષમાભાવ વગેરે અનેક નાના-મોટા દોષ સેવનથી તેનું ચારિત્રનિઃસાર થઈ જાય છે. લબ્ધિ પ્રયોગના અંતર્મુહૂર્તમાં જો તે સાધુ લબ્ધિથી નિવૃત્ત થઈ જાય તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે અને જો નિવૃત્ત ન થાય તો અસંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. લબ્ધિપ્રયોગના પ્રયોજનોના આધારે પુલાકના પાંચ પ્રકાર છે. મનના વિષયમાં કોઈ દ્વારા કોઈ પણ પ્રકારની મશ્કેલી ઉત્પન્ન થાય. યથા- રાજ્યમાં રાજા આદિ જ્ઞાનપ્રાપ્તિમાં બાધક બનતા હોય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે કોઈ શ્રમણ પુલાક લબ્ધિનો પ્રયોગ કરે, તેને જ્ઞાનપુલાક કહે છે. દર્શનપુલાક – દર્શન અર્થાત્ શ્રદ્ધા, પ્રરૂપણાના વિષયમાં કોઈ દ્વારા કોઈ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, તે પરિસ્થિતિને દૂર કરવા માટે કોઇ શ્રમણ લબ્ધિ પ્રયોગ કરે છે, તેને “દર્શનપુલાક' કહે છે. ચારિત્રપુલાક – રાજાદિ ચારિત્રપાલનમાં વિક્ષેપ કરે, કોઈ ઉપદ્રવાદિ કરે, ત્યારે તે પરિસ્થિતિમાં કોઈ શ્રમણ પુલાકલબ્ધિનો પ્રયોગ કરે તેને ચારિત્ર પુલાક કહે છે. લિંગ પુલાક – જૈન શ્રમણની આવશ્યક વેશભૂષા અને ઉપધિના વિષયમાં કોઈ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે કોઇ શ્રમણ લબ્ધિ પ્રયોગ કરે, તેને લિંગપલાક કહે છે. યથાસૂમ પુલાક – અન્ય વિવિધ કારણોથી, સંઘ અથવા સાધુ, શ્રાવક, દીક્ષાર્થી આદિ કોઈ વ્યક્તિ પર આવેલી વિકટ પરિસ્થિતિના નિવારણ માટે લબ્ધિ સંપન શ્રમણ પુલાક લબ્ધિનો પ્રયોગ કરે તે યથાસૂક્ષ્મ પુલાક કહેવાય છે. પલાક નામ જ પલાક લબ્ધિપ્રયોગને સચિત્ત કરે છે. તેના પ્રત્યેક ભેદમાં પલાકલબ્ધિનો પ્રયોગ અવશ્ય થાય છે. તેમજ તેની લેશ્યા, સ્થિતિ, ગતિ, ભવ, આકર્ષ, અંતર, પ્રતિસેવના, લિંગ, સંયમપર્યવો, સમુદ્યાત આદિ દ્વારના વર્ણનથી સ્પષ્ટ છે કે પુલાક નિગ્રંથ લબ્ધિ પ્રયોગના સમયે જ હોય છે. મૂળપાઠમાં પણ મુલાકના પાંચ ભેદ પુલાક લબ્ધિથી સંબંધિત છે. (ર) બકુશ – બકુશ અર્થાત્ શબલ–કાબર ચિત્તડું–ચિત્રવિચિત્ર. જેનું ચારિત્ર, દોષસેવન રૂપ અશુદ્ધિથી મિશ્રિત હોય તેને બકુશ નિગ્રંથ કહે છે. દોષસેવનના નિમિત્તથી તેના બે ભેદ છે. શરીરબકુશ અને ઉપકરણ બકુશ. ૧. શરીર બકશ :- શરીરની શોભા વિભષાને માટે હાથ, પગ, મખ આદિ સાફ કરે. આંખ, કાન, નાક આદિનો મેલ દર કરે. નખ. કેશ આદિ અવયવોને સુસજ્જિત કરે, દાંત આદિને રંગે, ઈત્યાદિ પ્રવૃત્તિના સેવનથી જે શ્રમણ કાયગુપ્તિથી રહિત હોય, તે શરીર બકુશ છે. ૨. ઉપકરણ બકુશ – સંયમી જીવનના આવશ્યક ઉપકરણોની આસક્તિથી તેની શોભા વિભૂષામાં પ્રવૃત્તિશીલ બને, અકાલમાં વસ્ત્ર, પાત્રાદિ વારંવાર ધુએ રંગે, નિષ્કારણ પાત્રાદિ પર રોગાન લગાવે, અવનવી ડીજાઈનો કરે, ઈત્યાદિ પ્રવૃત્તિઓ કરે, તેને ઉપકરણ બકુશ કહે છે. આ બંને પ્રકારના બકુશ ઋદ્ધિ અને યશના કામી હોય છે. તે સતત શાતાની જ કામના કરે છે, તેથી તે સાધુ જીવનના કર્તવ્ય અનુષ્ઠાનોમાં પૂર્ણ સાવધાન રહી શકતા નથી. તે નિગ્રંથો મૂળગુણમાં દોષનું સેવન કરતા નથી. તેની દોષની પ્રવૃત્તિ, ઉત્તર ગુણની સીમા પર્વતની જ હોય છે અને તે શિથિલ માનસિક વૃત્તિથી જન્મેલી હોય છે. જો દોષનું સેવન ક્રમશઃ વધતું જાય અને મૂળગુણની વિરાધના કરે તો પ્રતિસેવના કુશીલ અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે. જો દોષની શુદ્ધિ કરી લે તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. અથવા સૂક્ષમદોષોની પ્રવૃત્તિ ચાલુ રાખે અને સંયમ આરાધનામાં તત્પર બની જાય તો જીવનપર્યત બકુશપણે રહી શકે છે. બંને પ્રકારના બકુશના પાંચ પ્રકાર છેઆભોગ બકુશ :- સંયમ વિધિ, શાસ્ત્રાણા તેમજ દોષ પ્રવૃત્તિઓના પરિણામને જાણવા છતાં શિથિલવૃત્તિથી અને બેદરકારીથી દોષસેવન કરે તે આભોગ બકુશ છે. અનાભોગ બકુશ - જે સંયમ વિધિ કે શાસ્ત્રાશાને જાણ્યા વિના, પોતાની પ્રવૃત્તિના સારાસારનો વિચાર વિના અનુકરણવૃત્તિથી, દેખાદેખીથી તથા પ્રકારના સંગથી દોષનું સેવન કરે છે તે અનાભોગ બકુશ છે. સંવૃત્ત બકુશ - ગુપ્ત રીતે દોષ સેવન કરે કે કોઈ પણ બકુશ પ્રવૃત્તિ કરે, તે સંવૃત્ત બકુશ છે. ત્તિ બકશ :- દુઃસાહસથી, શરમ કે સંકોચ વિના પ્રગટ રૂપે દોષ સેવન કરે, તે અસંવત્ત બકશ છે. યથાસૂમ બકુશ – જે આળસ, નિદ્રા, પ્રમાદાદિના કારણે સાધુ સમાચારીના પાલનમાં ઉત્સાહ રહિત, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત, અનાવશ્યક પદાર્થોનું સેવન કરનાર ઈત્યાદિ અનેક રીતે દોષ સેવન કરે, તે યથાસૂક્ષ્મબકુશ છે. સંક્ષેપમાં જે પ્રવૃત્તિઓથી વિનય, વૈરાગ્ય, ઇન્દ્રિય દમન, ઇચ્છાનિરોધ, જ્ઞાન, તપ આદિ સંયમ ગુણોમાં અવરોધ થાય તેવી પ્રવૃત્તિઓ કરનાર યથાસૂમ બકુશ કહેવાય છે. કુશીલ:- મૂળ અથવા ઉત્તરગુણોમાં દોષ લગાડવાથી તથા સંજ્વલન કષાયથી જેનું ચારિત્ર દૂષિત હોય, તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. (૩) પ્રતિસેવના કુશીલ :- સકારણ મૂળગુણ અથવા ઉત્તરગુણમાં અમુક મર્યાદા સુધીનું દોષસેવન કરનાર પ્રતિસેવના કુશીલ કહેવાય છે. આ પ્રકારના નિગ્રંથમાં કોઈ પ્રકારની લાચારી, અસહ્ય સ્થિતિ અથવા ક્યારેક પ્રમાદ, કુતૂહલ, અભિમાન, અધૂરી સમજણ આદિ દોષસેવનમાં કારણ હોય છે અથવા જ્ઞાન આદિ પાંચના નિમિત્તે દોષસેવન થાય છે. આ પ્રકારના નિગ્રંથનું દોષસેવન બકુશના દોષો કરતા અધિક પણ હોય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ jainology 149 આગમસાર બકુશના દોષસેવનનું કારણ મુખ્યત્વે શિથિલવૃત્તિ અને આસક્તિ છે. જ્યારે પ્રતિસેવના કુશીલમાં દોષની માત્રા અધિક હોવા છતાં મુખ્યત્વે તેનું કારણ અસહ્ય પરિસ્થિતિ કે ક્ષેત્ર કાલની વિશેષ પરિસ્થિતિ હોય છે. તેથી તેના ઉત્કૃષ્ટ સંયમ પર્યવો બકુશથી. અધિક હોય છે. બકુશ લાગેલા દોષની શુદ્ધિ કરે, તો તે કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. જો દોષસેવનની પ્રવૃત્તિ ચાલુ હોય અને તેની સાથે સંયમ આરાધનામાં તત્પર હોય, તો આ નિગ્રંથ જીવનપર્યત પણ રહી શકે છે પરંતુ જો દોષનું પ્રમાણ ક્રમશઃ વધતુ જાય અને તેની શુદ્ધિ ન કરે તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે. | મુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ આ ત્રણે નિયંઠામાં ત્રણ શુભ લેશ્યા જ હોય છે. તેમાં અશુભ લેશ્યાના પરિણામો ક્ષમ્ય નથી. દોષસેવન સાથે જો પરિણામો અશુભ થઈ જાય તો તે નિગ્રંથપણાના ભાવથી શ્રુત થઈ અસંયમભાવને પ્રાપ્ત કરે છે. પ્રતિસેવનાકુશીલના પણ પાંચ પ્રકાર છેજ્ઞાન પ્રતિસેવના કુશીલ – જ્ઞાન ભણતાં, ભણાવતાં કે પ્રચારાદિ કરવા માટે મૂળગુણમાં કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, યથાપુસ્તકો ખરીદવા, છપાવવા વગેરે. જ્ઞાનાદિથી આજીવિકા ચલાવે તે પણ જ્ઞાન પ્રતિસેવના કુશીલ કહેવાય છે. દર્શન પ્રતિસેવના કુશીલ - શુદ્ધ શ્રદ્ધાની પ્રાપ્તિ માટે, તેના પ્રચારાદિ માટે દોષસેવન કરે તે દર્શનપ્રતિસેવનાકુશીલ છે. ચારિત્ર પ્રતિસેવના કુશીલ - ચારિત્રની પ્રવૃત્તિઓનું પાલન કરવા કે કરાવવા માટે દોષસેવન કરે, યથા- ચારિત્રપાલનનું સાધન શરીર છે, શરીર સશક્ત હશે તો ચારિત્રપાલન વિશેષ થશે તે દષ્ટિકોણથી શરીર માટે દોષસેવન કરે તે ચારિત્ર પ્રતિસેવનાકુશીલ છે. લિંગ પ્રતિસેવના કુશીલ - લિંગના વિષયમાં અર્થાત્ સાધુની વેશભૂષાના નિમિત્તે તથા સાધુલિંગના આવશ્યક ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિના નિમિત્તે દોષસેવન કરે તે લિંગ પ્રતિસેવના કુશીલ છે. યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ :- પૂર્વોક્ત ચાર કારણ સિવાય અન્ય કારણે અર્થાત્ પૌદ્ગલિક સુખની લાલસાથી, કષ્ટ સહન ન થવાથી, ઈચ્છાપૂર્તિ માટે, માનાદિ કષાયોના પોષણ માટે અથવા કોઈના દબાણથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, તે યથાસૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ છે. આ રીતે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ, તે ત્રણે નિયંઠા પ્રતિસેવી છે, દોષ સેવી છે, તેમાં છઠું અને સાતમું બે જ ગુણસ્થાન હોય છે, શેષ ત્રણ નિયંઠા અપ્રતિસેવી છે. પુલાકમાં એક છઠ્ઠ ગુણસ્થાન જ હોય છે. (૪) કષાય કશીલ :- સંજ્વલન કષાયના પ્રગટ કે અપ્રગટ ઉદયથી જેને ચારિત્ર કંઈક અંશે મલિન બને છે તેને કષાય કશીલ કહે છે. તે નિગ્રંથ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિમાં કિંચિત્ પણ અતિચાર કે અનાચાર રૂપ દોષ સેવન કરતા નથી. સંયમ પ્રાપ્તિના સમયે અવશ્ય કષાય કુશીલ નિગ્રંથપણું જ હોય છે. બીજા નિયંઠા ત્યાર પછી પ્રાપ્ત થાય છે. સાધક જીવનમાં ક્યારેક કોઈપણ નિમિત્તથી કષાયનો ઉદય થાય પરંતુ તે તુરત જ ઉપશાંત થઈ જાય તો જ કષાય કુશીલ નિગ્રંથપણું રહે છે. જો કષાયની કાલમર્યાદા વધી જાય તો કષાય કુશીલપણુ રહેતું નથી. આ નિગ્રંથમાં ૬,૭,૮,૯,૧૦ આ પાંચ ગુણસ્થાન હોય છે. છઠ્ઠા ગુણસ્થાનમાં કષાયનો ઉદય પ્રગટ જણાય છે. પરંતુ સાતમાથી દશમા ગુણસ્થાન સુધી અપ્રગટપણે કષાયનો ઉદય હોય છે. આ નિગ્રંથના પણ પાંચ પ્રકાર છે. જ્ઞાન કષાય કુશીલ – જ્ઞાન ભણતાં કે જ્ઞાન પ્રેરણા, પ્રચારાદિ કાર્ય કરતાં પ્રમત્ત દશાના કારણે સંજ્વલન કષાયની પ્રગટ અવસ્થા આવી જાય તો તેને જ્ઞાનકષાય કુશીલ કહે છે. દર્શન કષાય કુશીલ - દર્શન–શ્રદ્ધાગમ્ય વિષયોને સમજવા, સમજાવવામાં ક્યારેક પ્રગટ કષાયનો ઉદય થઈ જાય તેને દર્શન કષાય કુશીલ કહે છે. ચારિત્ર કષાય કુશીલ – ચારિત્રનું પાલન કરતા, કરાવતા અથવા વૈયાવચ્ચ આદિ કરતાં પ્રમાદવશ પ્રગટ કષાયનો ઉદય થઈ જાય તો તેને ચારિત્રકષાય કુશીલ કહે છે. લિંગ કષાય કશીલ :- શદ્ધ લિંગ, વેષભૂષા, ઉપકરણાદિના નિમિત્તે પ્રમાદવશ સંજ્વલન કષાયનો પ્રગટ ઉદય થાય. તેને લિંગ કષાય કુશીલ કહે છે. યથાસૂક્ષ્મ કષાય કુશીલ – પૂર્વોક્ત ચાર કારણ સિવાય અપ્રગટરૂપે અને ક્યારેક પ્રગટરૂપે કષાયનો ઉદય થઈ જાય. જેમ કે ઇચ્છા કે આજ્ઞા વિરુદ્ધ કાર્ય થવાથી, અનુકૂળ વાતાવરણ ન હોવાથી, કોઈની ક્ષતિ સહન ન થવાથી કષાય થઈ જાય, તેને યથાસૂમકષાય કુશીલ કહે છે. આ નિગ્રંથનો કષાય જો સંજવલનની કોટિથી વધી જાય કે સંયમવિધિમાં અલના થાય તો તે અન્ય નિગ્રંથપણાને અથવા સંયમસંયમ કે અસંયમ ભાવને પ્રાપ્ત કરે છે. (૫) નિગ્રંથ - રાગદ્વેષની ગ્રંથિથી સર્વથા રહિત હોય તેને નિગ્રંથ કહે છે. અહીં ૧૧મા,૧૨માં ગુણસ્થાનવર્તિ વીતરાગ સાધકને નિગ્રંથ કહ્યા છે. તેમાં કોઈ પણ પ્રકારના દોષસેવન કે કષાયના ઉદયની સંભાવના નથી. તે સાધક કષાયનો ઉદય ન હોવાથી વીતરાગ અને જ્ઞાનાવરણીયાદિ શેષ ઘાતકર્મનો ઉદય હોવાથી તે છાસ્થ હોય છે અર્થાત્ છવાસ્થ વીતરાગને નિગ્રંથ કહે છે. પૂર્વના ચાર નિગ્રંથોના પાંચ-પાંચ ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે નિગ્રંથના પણ પાંચ ભેદ ર્યા છે. તેના ભેદનું કારણ દોષસેવન કે કષાયાદિ નથી. તેમ છતાં આ નિગ્રંથાવસ્થા અશાશ્વત છે. તેથી સર્વ નિગ્રંથોમાં સંયમની અપેક્ષાએ પાંચ પ્રકાર થાય છે. પ્રથમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક આખા લોકમાં એક પણ નિગ્રંથ ન હોય અને નવા જે શ્રમણો નિગ્રંથ અવસ્થાને પ્રાપ્ત કરે તે સર્વ પ્રથમ સમયવર્તી નિગ્રંથો હોય છે. અપ્રથમ સમયવર્તી નિગ્રંથ :- ક્યારેક નવા કોઈ પણ સાધુ નિગ્રંથપણાને પ્રાપ્ત કરતા ન હોય તો, તે પૂર્વે થયેલા સર્વ નિગ્રંથો અપ્રથમસમય વર્તી જ હોય છે. ચરમ સમયવર્તી નિગ્રંથ ક્યારેક સર્વ નિગ્રંથો ચરમ સમયવર્તી જ હોય છે, તે સર્વની છઘસ્થ અવસ્થાનો ચરમ સમય હોય તે ચરમ સમયવર્તી નિગ્રંથ છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 150 અચરમસમયવર્તી નિગ્રંથ : ક્યારેક સર્વ નિગ્રંથો અચરમ સમયવર્તી જ હોય છે. સર્વની છદ્મસ્થાવસ્થાને બે, ત્રણ, ચાર, પાંચાદિ સમય શેષ રહ્યા હોય, તે અચરમ સમયવર્તી નિગ્રંથ છે. પ્રથમ અને અપ્રથમનું કથન પૂર્વાનુપૂર્વીની અપેક્ષાએ છે અને ચરમ—અચરમનું કથન પશ્ચાનુપૂર્વીની અપેક્ષાએ છે. યથાસૂક્ષ્મ નિગ્રંથ :- પ્રથમ–અપ્રથમ, ચરમ કે અચરમ સમયની અપેક્ષા રાખ્યા વિના સામાન્યરૂપે સર્વ સમયમાં વર્તતા નિગ્રંથોને યથાસૂક્ષ્મનિગ્રંથ કહે છે. તેમાં કેટલાક પ્રથમ સમયવર્તી હોય, કેટલાક અપ્રથમસમયવર્તી હોય. આ રીતે દ્વિસંયોગી આદિ ભંગ બની શકે છે. બીજી રીતે નિગ્રંથના પાંચ પ્રકાર આ પ્રમાણે સમજવા– (૧) નિગ્રંથ અવસ્થાના પ્રથમ સમયવર્તી સર્વ નિગ્રંથોને પ્રથમ સમયવર્તી નિગ્રંથ (૨) બીજા આદિ સમયવર્તી નિગ્રંથોને અપ્રથમ સમયવર્તી નિગ્રંથ (૩) અંતિમ સમયવર્તી નિગ્રંથોને ચરમ સમયવર્તી નિગ્રંથ (૪) અંતિમ સમય સિવાયના નિગ્રંથોને અચરમ સમયવર્તી નિગ્રંથ અને (૫) નિગ્રંથ અવસ્થાના કોઈ પણ સમયવર્તી નિગ્રંથોને યથાસૂક્ષ્મ નિગ્રંથ કહે છે. નિગ્રંથના બે પ્રકાર છે– ઉપશાંતકષાય નિગ્રંથ અને ક્ષીણકષાય નિગ્રંથ, અગિયારમા ગુણસ્થાનવર્તી નિગ્રંથ ઉપશાંત કષાય નિગ્રંથ છે અને બારમા ગુણસ્થાનવર્તી નિગ્રંથ ક્ષીણ કષાય નિગ્રંથ છે. (૬) સ્નાતક :– પૂર્ણત: શુદ્ધ, અખંડ ચારિત્રસંપન્ન નિગ્રંથને સ્નાતક કહે છે. તે ચાર ઘાતીકર્મના નાશથી કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત હોય છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે. આ પ્રકારના નિગ્રંથમાં ભેદનું કોઈ કારણ નથી. તેમજ આ ગુણસ્થાન પણ શાશ્વત છે. તેના સંયમ સ્થાનો, આત્મગુણો—જ્ઞાન, દર્શન પણ સમાન છે. તેમ છતાં પાંચ પ્રકારના ભેદની શૈલીનું અનુકરણ કરીને સૂત્રકારે તેના પાંચ ભેદનું કથન ક્યું છે. સૂત્ર કથિત સ્નાતકના પાંચ ભેદો તેના પાંચ ગુણોને પ્રગટ કરે છે. ૧. અચ્છવી– યોગ નિરોધ અવસ્થામાં છવી અર્થાત્ શરીરભાવ ન હોય તે અચ્છવી. અક્ષપી– ઘાતીકર્મનો ક્ષય ર્યા પછી તેમાં કાંઈ પણ ખાસ ક્ષપણ શેષ નથી, તે અક્ષપી છે. ૨. અસબલે– સંપૂર્ણ દોષ રહિત અવસ્થા. ૩. અકમઁસે– ઘાતીકર્મના અંશથી રહિત હોય તે અકર્માંશ. ૪. સંસુદ્ધ ણાણ- દંસણ ધરે—– વિશુદ્ધ જ્ઞાન—દર્શનના ધારક. ૫. અપરિસ્સાવી– કર્મબંધના આશ્રવથી રહિત હોય તે અપરિશ્રાવી છે. ચૌદમા ગુણસ્થાને સાધક અયોગી, નિષ્ક્રિય, બની જાય છે ત્યારે કર્મનો આશ્રવ અટકી જાય છે. આ રીતે આ પાંચે ય અવસ્થા, ભેદ રૂપ નથી પરંતુ ‘શક્ર–પુરંદર' આદિની જેમ શબ્દ નયની અપેક્ષા પાંચ ભેદ સમજવા. = [નોંધ :- (૧) પાંચ પ્રકારના સંયમ(સંજયા)ની પરિભાષા સ્વરૂપ ભગવતી સૂત્રના સારાંશમાં કરેલ છે (૨) પ્રસ્તુતમાં નિગ્રંથોનું સ્વરૂપ ગુરુપ્રાણ આગમનાં આધારે આપેલ છે જે બુદ્ધિ ગમ્ય છે. ટીકાઓમાં અને અન્ય સંસ્કરણોમાં કંઈક ભિન્નતા જોવા મળશે, તેનું વિદ્વાન પાઠક સ્વયં ચિંતન કરશે.] ॥નિગ્રંથ સ્વરૂપ સંપૂર્ણ ૫ નિગ્રંથ નિગ્રંથીઓના આત્મ નિરીક્ષણની પરિશા [પાસસ્થાદિ સ્વરૂપ વિચારણા] સાધુ-સાધ્વીઓની ગતિવિધિનું ચિત્રણ : (૧) સંયમ સ્વીકાર ર્યા પછી નિગ્રંથ બે દિશાઓમાં પ્રગતિ કરે છે. કેટલાક સાધક સંયમ આરાધનામાં પ્રગતિશીલ હોય છે, જ્યારે અનેક સાધક સંયમ વિરાધનામાં ગતિશીલ હોય છે. (૨) સંયમ આરાધનામાં પ્રગતિશીલ કેટલાય ભિક્ષુ પોતાની અથવા પોતાના ગચ્છની પ્રશંસા અને ઉત્કર્ષ કરતાં થકા તથા અન્ય જિન વચનમાં અનુરક્ત સામાન્ય સંયમ સાધકોના અપકર્ષનિંદા કરવા અને સાંભળવામાં રસ લઈને માન કષાયના સૂક્ષ્મ શલ્યથી આત્મ સંયમની અન્ય પ્રકારે વિરાધના કરતા રહે છે. (૩) એથી વિપરીત આરાધનામાં પ્રગતિશીલ કેટલાક સાધક સ્વયં ઊઁચાને ઊંચા સંયમ તપનું પાલન કરતાં થકા પરીષહ–ઉપસર્ગ સહન કરે છે, સાથો સાથ અલ્પસત્વ સંયમ સાધકો પ્રત્યે હીણી દષ્ટિ રાખતા નથી, તેમજ તેઓની નિંદા– અપકર્ષ પણ કરતા નથી. પરંતુ તેના પ્રત્યે મૈત્રી ભાવ, કરુણા ભાવ, માધ્યસ્થ ભાવ આદિથી સહૃદયતા અને ઉચ્ચ માનવતા પૂર્વકનો અંતર્બાહ્ય વ્યવહાર રાખે છે. તે ઉત્તમ આરાધના કરવાવાળા મહાન આદર્શ સાધક હોય છે. (૪) સંયમ વિરાધનામાં ગતિશીલ સાધક આપમેળે અથવા ગાડરિયા પ્રવાહના સ્વભાવથી આગમ સમ્મત સંયમ સમાચારીથી ભિન્ન અથવા વિપરીત આચરણોને એક–એક કરીને સ્વીકારતા જાય છે. એમ કરતાં કરતાં સંયમ અંગીકાર કરવાના મુખ્ય લક્ષ્યથી ક્રમશઃ ચ્યુત થતા જાય છે. (૫) વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સાધક અન્ય આરાધક સાધકો પ્રત્યે આદરભાવ રાખે છે અને તેઓની આરાધનાઓની અનુમોદના કરતા રહે છે તેમજ પોતાની અલ્પતમ અને દોષયુક્ત સાધના માટે ખેદ ભાવ રાખે છે અને આગમોક્ત આચારની શુદ્ધ પ્રરુપણા કરે છે. (૬) એ સિવાય વિરાધનામાં પ્રગતિશીલ કેટલાય સંયમ સાધક ક્ષેત્ર કાળની આડ લઈને આગમોક્ત મર્યાદાઓનું ખંડન કરે છે, અન્ય સંયમ આરાધક સાધકો પ્રત્યે આદરભાવ ન રાખતા મત્સરભાવ(ઈર્ષા) રાખે છે તેમજ પોતાના બુદ્ધિ બળ અથવા ઋદ્ધિ બળથી તેઓ પ્રત્યે નિંદા આદિ પ્રકારોથી અસદ્ભાવ પ્રગટ કરે છે, અર્થાત્ શુદ્ધ આરાધના કરવાવાળા પ્રત્યે ગુણગ્રાહી ન બનતાં છિદ્રાન્વેષી બની રહે છે. એ બધા આરાધક અને વિરાધક સાધકોએ પ્રસ્તુત નિબંધ રુપ દર્પણમાં આત્મ નિરીક્ષણ કરવું જોઇએ. Page #151 -------------------------------------------------------------------------- ________________ jainology | આગમોમાં સાધકોના બે વિભાગ :– (૧) જૈન આગમ ભગવતી સૂત્રમાં ઉત્તમ સાધક, શુદ્ધાચારી સાધુઓનો નિગ્રંથના વિભાગમાં સમાવેશ કરેલ છે. વર્તમાનમાં તે છ પ્રકારમાંથી ત્રણ નિથ વિભાગના સાધુ હોઈ શકે છે. (૨) અનેક આગમો (શાતા સૂત્ર, નિશીથ સૂત્ર, વ્યવહાર સૂત્ર આદિ) માં શિથિલાચારી સામાન્ય સાધકોના અનેક પ્રકાર કહ્યા છે. તે સર્વ મળીને કુલ દશ થાય છે. વર્તમાનમાં એ દશેય શિથિલાચારી વિભાગના શ્રમણો હોઈ શકે છે. એ બન્ને વિભાગોનો પરિચય આ પ્રમાણે છે— 151 આગમસાર વર્તમાનમાં સંભવિત નિગ્રંથોના ત્રણ વિભાગઃ (૧) બકુશ નિગ્રંથ :- · સંયમ સમાચારીના આગમિક મુખ્ય તેમજ ગૌણ પ્રાયઃ સર્વ નિયમોનું પાલન કરવા છતાં પણ આ નિગ્રંથોનું શરીર અને ઉપધિની સ્વચ્છતા તરફ વિશેષ લક્ષ્ય થઈ જાય છે. શરીર પ્રત્યે નિર્મોહ ભાવ પણ ઘટી જાય છે. જેથી તે તપ, સ્વાધ્યાય આદિમાં વધારો નહિ કરતાં ખાન-પાનમાં આસક્તિ, ઔષધ સેવનમાં રુચિ અને આળસ–નિદ્રામાં વૃદ્ધિ કરે છે, સાથો સાથ આ નિગ્રંથની અનેક સંયમ ગુણોના વિકાસમાં જાગરૂકતા ઓછી થઈ જાય છે. તે ઉપરાંત અન્ય પણ સંયમ સમાચારીના નિયમોનો ભંગ કરવાથી અથવા તેના પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવાથી આ સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી ચ્યુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાના પરિણામમાં વધારે સમય સુધી રહે તો આ સાધક નિગ્રંથ વિભાગમાંથી ગબડી પડે છે. અર્થાત્ તેનામાં નિગ્રંથ વિભાગનું છઠ્ઠું સાતમું આદિ ગુણસ્થાન રહેતા નથી, ત્યારે તે શિથિલાચારી વિભાગના ‘પાસસ્થા’ આદિમાં પહોંચી જાય છે.(છઠા ગુણસ્થાનકે છએ લેશ્યાઓ હોય છે.) નિર્દોષ સંયમ પાળવા વાળા સાધકોમાં છએ લેશ્યાઓની શકયતાઓ હોવા છતાં સંયમ રહી શકે છે. પરંતું સંયમનાં મૂળગુણ કે ઉતરગુણમાં દોષ લગાવવા વાળા સાધકોમાં ત્રણ અશુભ લેશ્યાઓ વિધમાન થાય, તો ત્વરીત ગતિથી તેમનું સંયમ નષ્ટ થઇ જાય છે. (૨) પ્રતિસેવના કુશીલ નિગ્રંથ :- સંયમ સમાચારીનું આગમ અનુસાર પાલન કરવાની રુચિની સાથે સાથે પ્રયત્ન કરવા છતાં પણ શારીરિક પરિસ્થિતિવશ યા શ્રુત જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને સંઘહિત માટે, સમયે—સમયે મૂલગુણમાં અથવા ઉત્તરગુણોમાં દોષનું સેવન કરે છે. સાથે જ તેને દોષ સમજીને યોગ્ય સમયે શુદ્ધિ પણ કરે છે અને ક્યારેક પરીસહ ઉપસર્ગ સહન કરવાની અસમર્થતાને કારણે પણ દોષ લગાડી લે છે તેમજ ખેદ કરીને શુદ્ધિ પણ કરી લે છે. પરિસ્થિતિવશ દોષ સેવન કરીને પરિસ્થિતિ દૂર થતાં જ તે દોષને છોડી દે છે અર્થાત્ કોઈપણ દોષની અનાવશ્યક પ્રવૃત્તિને દીર્ઘ સમય સુધી નથી ચલાવતા. આ પ્રકારની સાધનાની સ્થિતિમાં પ્રતિસેવના કુશીલ નિગ્રંથ રહે છે. કોઈપણ દોષને દીર્ઘ સમય સુધી ચલાવવાથી, શુદ્ધિ કરવાનું લક્ષ્ય ન રાખવાથી ,અન્ય અનેક સમાચારીમાં પણ શિથિલ થઈ જવાથી અથવા તો અશુદ્ધ પ્રરુપણા કરવાથી તે સાધક ક્રમશઃ નિગ્રંથ વિભાગથી ચ્યુત થઈ જાય છે. કૃષ્ણ, નીલ, કપોત એ ત્રણે અશુભ લેશ્યાના પરિણામમાં વધારે સમય સુધી રહે તો સાધક આ નિગ્રંથ વિભાગથી ગબડી પડે છે અર્થાત્ સંયમના છઠ્ઠા સાતમા આદિ ગુણસ્થાનોમાં રહેતો નથી, ત્યારે તે શિથિલાચારી વિભાગના ‘પાસદ્ઘાં’ આદિમાં પહોંચી જાય છે. (૩) કષાય કુશીલ નિગ્રંથ :- આ સાધક સંયમ સમાચારીનું નિરતિચાર પાલન કરે છે અર્થાત્ પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને સંપૂર્ણ સંયમ વિધિઓનું આગમ અનુસાર પાલન કરે છે. આ સાધક સંજવલન કષાયના ઉદયથી ક્ષણિક અને પ્રગટરૂપે કષાયમાં પરિણત થઈ જાય છે. પરંતુ તે કષાયના કારણે કોઈપણ પ્રકારે સંયમાચરણ ને દૂષિત નથી કરતો. અનુશાસન ચલાવવામાં કે અનુશાસિત થવા પર અથવા કોઈના અસવ્યવહાર કરવા પર આ સાધકને ક્ષણિક ક્રોધ આવી જાય છે. આજ રીતે ક્ષણિક માન, માયા, લોભનું આચરણ પણ એનાથી થઈ જાય છે. આ કષાયોની અવસ્થા બહારથી અલ્પ કે વિશેષ પણ દેખાતી કેમ ન હોય, પરંતુ અંતરમાં તે સ્થિતિ તુરંતજ દૂર થઈ જાય છે. પ્રતિક્રમણ સમયે તો તે સ્થિતિ સુધરીને સાધકનું હૃદય સર્વથા શુદ્ધ અને પવિત્ર બની જાય છે. આ સાધકના કષાયના નિમિત્તથી સંયમ મર્યાદાનો ભંગ થઈ જાય તો તેની શુદ્ધ નિગ્રંથ અવસ્થા નથી રહેતી, પરંતુ પૂર્વકથિત પ્રતિસેવના નિગ્રંથ અવસ્થામાં તે ચાલ્યો જાય છે. કોઈ કષાયની અવસ્થાનો જો પ્રતિક્રમણ સુધીમાં પણ અંત ન થઈ જાય તો એ નિગ્રંથ પોતાની નિગ્રંથ અવસ્થાથી વ્યુત થઈને સંયમ રહિત અથવા સમકિત રહિત અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. આ જ પ્રમાણે પૂર્વે કહેલા બન્ને નિગ્રંથ પણ પ્રતિક્રમણના સમય સુધી કષાય પરિણામોનું સંશોધન ન કરી લે તો પછી નિગ્રંથ વિભાગમાં રહેતા નથી. કષાયની અલ્પકાલીનતામાં એવં પ્રતિપૂર્ણ સંયમ મર્યાદાનું પાલન કરતાં આ કષાય કુશીલ નિગ્રંથને ક્યારેય ત્રણ અશુભ લેશ્યાના પરિણામ આવી જાય તો પણ તે પોતાના નિગ્રંથ વિભાગથી તત્કાલ ચ્યુત થતો નથી, પરંતુ અશુભ લેશ્યાઓમાં અધિક સમય રહી જાય તો પૂર્ણ શુદ્ધાચારી આ નિગ્રંથ પણ સંયમ અવસ્થાથી વ્યુત થઈ જાય છે. વિવેક જ્ઞાન :– નિગ્રંથ અવસ્થાથી વ્યુત–ભ્રષ્ટ નહિ થવાના લક્ષ્યવાળા સાધકોએ પોતાના કોઈપણ દોષમાં, કોઈપણ કષાય વૃત્તિમાં, કોઈપણ અશુભ લેશ્યામાં અધિક સમય સ્થિર રહેવું જોઇએ નહિ. સદા સતર્ક, સાવધાન, જાગૃત રહીને વિના વિલંબે એ અવસ્થાઓથી નિવૃત્ત થઈને આત્મ ભાવમાં લીન બની જવું જોઇએ. Page #152 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ શિથિલાચારીના વિભાગ : (૧) પાર્શ્વસ્થ :– જે શ્રમણ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનામાં પુરુષાર્થ નથી કરતો પરંતુ તેમાં સુસ્ત થઈ જાય છે તથા રત્નત્રયીના અતિચારો અને અનાચારોનું આચરણ કરીને તેની શુદ્ધિ નથી કરતો તે પાર્શ્વસ્થ(પાસસ્થા) કહેવાય છે. (૨) અવસન્ન :– જે પ્રતિક્રમણ, પ્રતિલેખન, સ્વાધ્યાય, વિનય પ્રતિપત્તિ, આવશ્યકી આદિ સમાચારીઓનું અને સમિતિઓનું પાલન નથી કરતો અથવા તેમાં હીનાધિક યા વિપરીત આચરણ કરે છે અને શુદ્ધિ નથી કરતો તે અવસન્ન (ઓસન્ના) કહેવાય છે. (૩) કુશીલ જે વિદ્યા, મંત્ર,તંત્ર, નિમિત્ત કથન યા ચિકિત્સક વૃત્તિ આદિ નિષિદ્ધ કૃત્ય કરે છે અને તેનાથી પોતાની માન સંજ્ઞા અથવા લોભ સંજ્ઞાનું પોષણ કરે છે તથા એ પ્રવૃત્તિઓનું કોઈ પ્રાયશ્ચિત પણ નથી લેતો, તે કુશીલ કહેવાય છે. (૪) સંસક્ત -- જે ઉન્નત આચાર વાળાનો સંસર્ગ પ્રાપ્ત કરીને ઉન્નત આચારનું પાલન કરવા લાગી જાય છે તેમજ શિથિલાચાર વાળાનો સંસર્ગ મેળવીને તેનાં જેવો પણ બની જાય છે અર્થાત્ નટની સમાન અનેક સ્વાંગ ધરી શકે છે અને ઊનની જેમ અનેક રંગ ધારણ કરી શકે છે, તે ‘સંસક્ત’(સંસત્તા) કહેવાય છે. (૫) નિત્યક = ચાતુર્માસ કલ્પ અને માસકલ્પ પછી વિહાર નથી કરતો અથવા તેનાથી બે ગણો સમય અન્યત્ર વ્યતીત પહેલાં ફરીને એજ ક્ષેત્રમાં આવીને રહી જાય છે અર્થાત્ જે ચાતુર્માસ પછી આઠ માસ અન્યત્ર પસાર ર્યા વિના જ ત્યાં ફરી આવીને રહી જાય છે તે નિત્યક(નિતિયા) કહેવાય છે. = (૬) યથાચ્છંદ :– જે સ્વચ્છંદતા પૂર્વક આગમથી વિપરીત મન માન્યુ પ્રરુપણ યા આચરણ કરે છે. તે ‘યથાચ્છંદ-સ્વચ્છંદાચારી’ કહેવાય છે. વાળો હોય છે અને તેને જોતો રહે છે તથા તેનું સૂત્રોક્ત (૭) પ્રેક્ષણિક :– જે અનેક દર્શનીય સ્થળો અને દશ્યો જોવાની અભિરુચિ કોઈપણ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરતો નથી તે ‘પ્રેક્ષણિક’(પાસણિયા) કહેવાય છે. (૮) કાથિક :– જે આહાર કથા, દેશ કથા વગેરે કરવા, સાંભળવા, જાણવામાં અભિરુચિ રાખે છે તેમજ તેને માટે સ્વાધ્યાયના સમયનો વ્યય કરીને સમાચાર પત્ર વાંચે છે, તે કાથિક(કાહિયા) કહેવાય છે. અથવા જે અમર્યાદિત સમય સુધી ધર્મકથા કરતો જ રહે છે, જેના કારણે પ્રતિલેખન, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન, વિનય, વૈયાવૃત્ય વગેરે પ્રવૃત્તિઓમાં અવ્યવસ્થા કરે છે. તેમજ પોતાના સ્વાસ્થ્યને પણ અવ્યવસ્થિત કરે છે, તે પણ ‘કાથિક’ કહેવાય છે. (૯) મામક :– જે ગામ અને નગરને, ગૃહસ્થના ઘરોને, શ્રાવકોને કે અન્ય સચિત્ત- અચિત્ત પદાર્થોને મારા—મારા કહે છે અથવા એમાંથી કોઈમાં પણ મમત્વ કે સ્વામિત્વ ભાવ રાખે છે અથવા અધિકાર જમાવે છે તથા શિષ્ય, શિષ્યાઓ પ્રત્યે અતિલોભ, આસક્તિ ભાવ રાખે છે તથા સ્વાર્થભાવથી ગુરુઆમના આદિ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને પોતાના બનાવવાનો પ્રયત્ન કરતો રહે છે, તે 'મામક'(મામગા) કહેવાય છે. જન સાધારણને જિન માર્ગમા જોડવાને માટે ધર્મકથા કે પ્રેરણા વગેરે કોઈપણ પ્રવૃત્તિ કરવાથી કોઈ સ્વતઃ અનુરાગી બની જાય અને ભિક્ષુ તેમાં મારા– મારાની બુદ્ધિ ન રાખે તો એ પ્રવૃત્તિથી તે ‘મામક’ નથી કહેવાતો. (૧૦) સંપ્રસારિક :– જે ગૃહસ્થના સાંસારિક કાર્યોમાં, સંસ્થાઓમાં ભાગ લે છે, ગૃહસ્થને કોઈપણ કાર્યના પ્રારંભ માટે શુભ મુહૂર્ત વગેરેનું કથન કરે છે, વ્યાપાર આદિ પ્રવૃત્તિઓમાં તેને પ્રત્યક્ષ પરોક્ષ કોઈપણ પ્રકારે મદદ કરે છે. અન્ય પણ અનેક પુણ્યના મિશ્રપક્ષવાળા અકલ્પનીય કાર્યોમાં ભાગ લે છે, તે સંપ્રસારિક (સંપસારિયા) કહેવાય છે. મહાદોષી :– = 152 આ દસ વિભાગોના શ્રમણ સિવાય જે રૌદ્ર ધ્યાનમાં વર્તે છે, ક્રૂર પરિણામી હોય છે, બીજાઓનું અનિષ્ટ કરે છે, ખોટ આરોપ મૂકે છે, અનેક પ્રકારે છળકપટ કરે છે અથવા તો પરસ્ત્રી ગમન કરે છે, અનેક મોટી ચોરીઓ કરે છે, ધન સંગ્રહ કરે છે, છકાયના આરંભજનક મકાનોનું નિર્માણ કાર્ય વગેરે કરાવે છે, પોતાની પ્રતિષ્ઠા માટે સંઘમાં ફાટફૂટ પડાવી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે; આવુ કરવા વાળો સાધુ, તે આ શિથિલાચારના દશ વિભાગોથી પણ ચડી જાય છે અને સાધુવેષમાં રહેવા છતાં પણ ગૃહસ્થ સમાન હોય છે અને આત્મ વંચક પણ હોય છે તથા કોઈ કોઈ પ્રવૃત્તિઓવાળા તો મહાન ધૂર્ત અને મકકાર પણ હોય છે. ઉપસંહાર :– સંયમ સ્વીકાર કર્યા પછી ઉત્થાન–પતનરૂપે આવવાવાળી અનેક અવસ્થાઓની આ બહુમુખી પરિશા કહી છે. પ્રત્યેક સાધક તેને આત્મ–પરીક્ષાનો અરીસો સમજીને ધ્યાન પૂર્વક એમાં પોતાનું મુખ જુએ અર્થાત્ એના પરથી આત્મ નિરીક્ષણ કરે. જો મનુષ્ય ભવને સાર્થક કરવો હોય, સંયમ આરાધના કરવી હોય તો પોતાનામાં યોગ્ય સુધારો કરે. (શુભં ભવતુ સર્વ નિગ્રંથાનામ્ ). સર્વ નિગ્રંથોનું શુભ થાઓ. સંયમ ઉન્નતિની દશ આગમ કણિકા (૧) જે વૈરાગ્ય ભાવના અને ઉત્સાહથી સંયમ ગ્રહણ કરેલ છે તે જ ભાવના અને ઉત્સાહથી અન્ય સર્વ સંકલ્પરૂપી અડચણોને દૂર કરીને સદા સંયમનું પાલન કરો. – આચારાંગ – ૧/૧/૩ તથા દશવૈકાલિક−૮ | ૬ ૧ (૨) કોઈપણ વ્યક્તિને આ (તે) ‘કુશીલિયો છે’ ‘શિથિલાચારી છે’ ‘આચાર ભ્રષ્ટ છે' ઇત્યાદિ ન કહો અને પોતાની બડાઈ પણ ન કરો. કોઈને ગુસ્સો આવે તેવા નિંદાસ્પદ શબ્દ ન બોલો. –દશવૈકાલિક –૧૦/૧૮ (૩) જે બીજાની હીલના, નિંદા, તિરસ્કાર, અપમાન કરે છે, હલકા દેખાડવા કે નીચા પાડવાની હીન ભાવના રાખે છે તે મહા સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણકે આ પરનિંદા પાપકારી વૃત્તિ છે. –સૂય અ.૨ ઉ.૨ ગા.૨ (૪) ભિક્ષુએ સારી રીતે વિચાર કરીને— ક્ષમા, સરલતા, નિર્લોભતા, નમ્રતા, હૃદયની પવિત્રતા, અહિંસા, ત્યાગ, તપ, વ્રત–નિયમ વગેરે વિષયો પર પ્રવચન આપવું જોઇએ. તેમાં અન્ય કોઈની પણ અવહેલના આશાતના નહિ કરવી જોઇએ.- આચા. ૧/૬/૫ અને પ્રશ્નવ્યાકરણ–૨. કોઈ સાધુની કે ગૃહસ્થની કોઈપણ પ્રકારની આશાતના કરવાથી ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે.નિશીથ. ૧૩ ને ૧૫. Page #153 -------------------------------------------------------------------------- ________________ jainology 153 આગમસાર (૫) સરલતા ધારણ કરવાથી જ આત્માની શુદ્ધિ થાય છે અને આત્મામાં ધર્મ સ્થિર થાય છે. માયા, જૂઠ-કપટના સંકલ્પોથી ધર્મ આત્મામાંથી નીકળી જાય છે. –ઉત્તરા.અ. ૩ ગા.૧૨ (૬) સ્વાધ્યાય અને ધ્યાનમાં જે લીન રહે છે, તે સાચો ભિક્ષુ છે. ભિક્ષુ નિદ્રા અને વાતોમાં અધિક રુચિ ન રાખે તથા ઠઠ્ઠા મશ્કરી ન કરે, સદા સ્વાધ્યાય-અધ્યયન વગેરેમાં રત રહે. – દશર્વ. ૮ ગા. ૪૨ (૭) જે ઘણી મોટી તપસ્યાઓ કરે છે અથવા જે બહુશ્રુત અને વિશાળ જ્ઞાની છે તો પણ જો તે ક્રોધ, ઘમંડ, માયા, પ્રપંચ, મમત્વ, પરિગ્રહ વૃત્તિ રાખે છે, તો તે તીવ્ર કર્મોનો બંધ કરે છે અને અનંત જન્મ મરણ વધારે છે. – સૂય. ૧ અ. ૨, ઉ.-૧, ગા. ૭,૯ (૮) જે ભિક્ષુ સંયમ લીધા પછી મહાવ્રતોનું ત્રણ કરણ અને ત્રણ યોગથી શુદ્ધ પાલન નથી કરતો, સમિતિઓના પાલનમાં કોઈ પણ વિવેક કે લગની નથી રાખતો, ખાવામાં વૃદ્ધ બની રહે છે, આત્મ નિયંત્રણ નથી કરતો, તે જિનાજ્ઞામાં નથી, તેથી તે કર્મોથી મુક્ત થઈ શકતો નથી. તે ચિરકાલ સુધી સંયમના કો સહન કરવા છતાં પણ સંસારથી પાર થઈ શકતો નથી. તે વાસ્તવમાં આનાથ જ છે.ઉત્તર, અ.-૨૦, ગા.-૩૯/૪૧ (૯) ગળું કાપી નાખવા વાળી અર્થાત્ પ્રાણોનો અંત કરી દેવાવાળી વ્યક્તિ પણ પોતાનું એટલું નુકશાન નથી કરી શકતી, જેટલું ખોટા વિચારો અને ખોટા આચરણોમાં લાગેલા પોતાનો આત્મા જ પોતાનું નુકશાન કરે છે. – ઉત્તરા-૨૦, ગા.-૪૮ (૧૦) સદા સૂવાના સમયે અને ઉઠતા સમયે પોતાનાં અવગુણોનું, દોષોનું ચિંતન કરી-કરીને, વિણી–વણીને, તેને કાઢતા રહેવું જોઇએ તેમજ શક્તિનો વિકાસ અને ઉત્સાહની વૃદ્ધિ કરી સંયમ ગુણોમાં પુરુષાર્થ કરવો જોઇએ. આ પ્રકારે આત્મ સુરક્ષા કરવાવાળો જ લોકમાં પ્રતિબુદ્ધજીવી છે અને તે જન્મ મરણના ચક્કરમાં ભટકતો નથી. – દશવૈ. સૂર ગા. ૧૨ થી ૧૬. જે સાધુ ગુણોથી સંપન્ન થઈને આત્મ ગવેષક બને છે તે ભિક્ષુ છે.-ઉત્તરા. આ.-૧૫, ગા.–૫. પાર્થસ્થાદિ વિષે તુલનાત્મક વિચારણા પાર્શ્વસ્થાદિ એ કુલ દશ દૂષિત આચારવાળા કહ્યા છે. આગમના પ્રાયશ્ચિત વર્ણન અનુસાર એની પણ ત્રણ શ્રેણીઓ બને છે. ૧. ઉત્કૃષ્ટ દૂષિત ચારિત્ર, ૨. મધ્યમ દૂષિત ચારિત્ર, ૩. જઘન્ય દૂષિત ચારિત્ર. (૧) પ્રથમ શ્રેણીમાં – “યથા છંદ'નો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર, વસ્ત્ર, શિષ્ય વગેરેનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાચના દેવા લેવાનું ગુચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. (૨) બીજી શ્રેણીમાં – “પાર્શ્વસ્થ', “અવસર્ન' કુશીલ', “સંસક્ત' અને “નિત્યક' એ પાંચનો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર, વસ્ત્રાદિનું આદાન-પ્રદાન તેમજ ગુણગ્રામ કરવાનું, વાંચણી લેવા-દેવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે અને શિષ્ય લેવા-દેવાનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. (૩) ત્રીજી શ્રેણીમાં – “કાથિક', પ્રેક્ષણિક', “મામક અને સંપ્રસારિક', એ ચારનો સમાવેશ થાય છે. એની સાથે વંદન વ્યવહાર, આહાર-વસ્ત્ર આદિની લેવડ–દેવડ તેમજ ગુણગ્રામ કરવાનું લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે છે. શિષ્ય લેવા-દેવા નું કોઈ પ્રાયશ્ચિત્ત બતાવવામાં આવ્યું નથી તથા વાંચણી લેવા–આપવાનું પણ પ્રાયશ્ચિત નથી. પ્રથમ શ્રેણીવાળાની પ્રરુપણા જ અશુદ્ધ છે. આથી આગમ વિપરીત પ્રરુપણાવાળા હોવાથી તે ઉત્કૃષ્ટ દોષી છે. બીજી શ્રેણીવાળા મહાવ્રત, સમિતિ, ગુપ્તિઓના પાલનમાં દોષ લગાડે છે, અનેક આચાર સંબંધી સૂકમ-ધૂળ દૂષિત પ્રવૃત્તિઓ કરે છે તેથી તે મધ્યમ દોષી છે. ત્રીજી શ્રેણીવાળા સીમિત તથા સામાન્ય આચાર–વિચારમાં દોષ લગાડવા વાળા છે, તેથી તે જઘન્ય દોષી છે. અર્થાત્ કોઈ કેવળ મુહૂર્ત બતાવે છે, કોઈ કેવળ મમત્વ કરે છે, કોઈ કેવળ વિકથાઓમાં સમય વિતાવે છે, કોઈ દર્શનીય સ્થળ જોતા રહે છે. અન્ય કોઈ પણ દોષ લગાડતા નથી. એ ચારે મુખ્ય દોષ નથી પરંતુ સામાન્ય દોષ છે. મસ્તક અને આંખ ઉત્તમ અંગ છે. પગ, આંગળીઓ, નખ અધમાંગ છે. અધમાંગમાં ઈજા થવા પર કે પગમાં માત્ર ખીલી ખેંચી જવા પર પણ જે પ્રકારે શરીરની શાંતિ અને સમાધિ ભંગ થઈ જાય છે તે પ્રકારે સામાન્ય દોષોથી પણ સંયમ-સમાધિ તો દૂષિત થાય જ છે. આ પ્રમાણે ત્રણે શ્રેણીઓવાળા દૂષિત આચારના કારણે શીતલ વિહારી (શિથિલાચારી) કહેવાય છે. જે આ અવસ્થાઓથી દૂર રહીને નિરતિચાર સંયમનું પાલન કરે છે તે ઉધતવિહારી–ઉગ્રવિહારી(શુદ્ધાચારી) કહેવાય છે. પાસત્થા આદિની પ્રવૃત્તિવાળા નિગ્રંથ પણ છે: પાસત્થા આદિની વ્યાખ્યા કરતા સંયમ વિપરીત જેટલી પ્રવૃત્તિઓનું અહીં કથન કરવામાં આવેલ છે, તેનું વિશેષ પરિસ્થિતિવશ અપવાદરૂપમાં ગીતાર્થ દ્વારા અથવા ગીતાર્થની નેશ્રામાં સેવન કરવા પર તથા તેની શ્રદ્ધા પ્રરુપણા આગમ અનુસાર રહેવા પર તેમજ તે અપવાદરૂપ સ્થિતિથી મુક્ત થતાં જ પ્રાયશ્ચિત્ત લઈને શુદ્ધ સંયમ આરાધનામાં લાગી જવાની લગની રાખવા પર, તે પાસત્થા વગેરે કહેવામાં નથી આવતા, પરંતુ પ્રતિસેવી નિગ્રંથ કહેવાય છે. શુદ્ધ સંસ્કારોના અભાવમાં, સંયમ પ્રત્યે સજાગ ન રહેવાથી, અકારણ દોષ સેવનથી, સ્વચ્છંદ મનોવૃત્તિથી, આગમોક્ત આચાર પ્રત્યે નિષ્ઠા ન હોવાથી, નિષિદ્ધ પ્રવૃત્તિઓ ચાલુ રાખવાથી તથા પ્રવૃત્તિ સુધારવા અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાનું લક્ષ્ય ન રાખવાથી, તે બધી નાની અથવા મોટી દૂષિત પ્રવૃત્તિઓ કરવા વાળા પાસસ્થા' વગેરે શિથિલાચારી કહેવાય છે. એ અવસ્થાઓમાં તે નિગ્રંથની કક્ષાથી બહાર ગણવામાં આવે છે. ૧. આ પાસત્થા આદિનો સ્વતંત્ર ગચ્છ પણ હોઈ શકે છે. ૨. ક્યાંક તે એકલા પણ હોઈ શકે છે. ૩. ઉધતવિહારી ગચ્છમાં રહેવા છતાં પણ કોઈ ભિક્ષુ વ્યક્તિગત દોષોને કારણે પાસત્થા આદિ હોઈ શકે છે. તથા ૪. પાસત્થા આદિના ગચ્છમાં પણ કોઈ Page #154 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 154 શુદ્ધાચારી હોઈ શકે છે. તેનો યથાર્થ નિર્ણય તો આગમજ્ઞાતા, વિશિષ્ટ અનુભવી કે સર્વજ્ઞ સર્વદર્શી કરી શકે છે, કદાચિત્તે પોતાનો આત્મા પણ નિર્ણય કરી શકે છે. પાસત્થા વગેરેમાં નિમ્ન ગુણ હોઈ શકે છે– બુદ્ધિ, નમ્રતા, દાનની રુચિ, અતિ- ભક્તિ, વ્યવહારશીલ, સુંદરભાષી, વક્તા, પ્રિયભાષી, જ્ઞાની, પંડિત, બહુશ્રુત, જિનશાસન પ્રભાવક, વિખ્યાત કીર્તિ, અધ્યયન શીલ, ભણાવવામાં કુશળ, સમજાવવામાં દક્ષ, દીર્ઘ સંયમ પર્યાય, શુદ્ધ બ્રહ્મચારી, વિવિધ લબ્ધિ સંપન્નતા વગેરે. દૂષિત આચાર વાળાઓને વિવેક જ્ઞાનઃ જેને દોષ લગાડવામાં પોતાની કોઈ પરિસ્થિતિ હોય, જેને દોષ લગાડવામાં પણ કોઈ સીમા હોય, જે દોષને દોષ સમજે છે અને તેનો સ્વીકાર પણ કરે છે, તેમજ તેનું યથા સમય પ્રાયશ્ચિત્ત લે છે, જે તે દોષ પ્રવૃત્તિને પૂર્ણરૂપથી છોડવાનો સંકલ્પ રાખે છે અથવા જો તે છૂટી શકે તેમ નથી તો તેને પોતાની લાચારી, કમજોરી સમજીને ખેદ કરે છે અથવા સમજણ ભ્રમથી કોઈના દ્વારા કોઈ પ્રવૃત્તિ થઈ જાય છે તો તેને શિથિલાચારીની સંજ્ઞામાં ગણી શકાતો નથી. તેઓ અપેક્ષાથી આચારમાં શિથિલ હોવા છતાં પણ આત્માથી સરલ અને શ્રદ્ધા પ્રરૂપણાની શુદ્ધિવાળા તેમજ શુદ્ધાચારના લક્ષ્યવાળા હોવાથી બકુશ અથવા પ્રતિસેવના નિગ્રંથમાં જ ગણાય છે. એ બન્ને પ્રકારના નિગ્રંથને છઠું અથવા સાતમું ગુણસ્થાન હોય છે. જો એ દૂષિત આચારવાળા ક્યારેય પ્રરૂપણામાં ભૂલ કરવા લાગી જાય અને તે શુદ્ધાચારી પ્રત્યે દ્વેષ અથવા અનાદરનો ભાવ રાખે તથા તેના પ્રત્યે આદર અને વિનય ભક્તિ ભાવ ન રાખે, તેમજ તેના ભાવોમાં ત્રણ અશુભ લેશ્યા આવી જાય અથવા આવશ્યક સંયમ પજ્જવા(પર્યાયો)ની કોટિમાં ઘટાડો આવી જાય તો એનું છઠું ગુણસ્થાન પણ છૂટી જાય છે ત્યારે તેઓ ચોથા ગુણસ્થાનમાં કે પ્રથમ ગુણસ્થાનમાં પહોંચી જાય છે. આથી દૂષિત સંયમ પ્રવૃત્તિવાળાઓને પોતાની ભાષા અને ભાવોની સરલતા, આત્મ શાંતિ, હૃદયની શુદ્ધિ વગેરે ઉક્ત નિર્દેશોનો પૂર્ણ વિવેક રાખવો અત્યંત આવશ્યક છે અન્યથા તેઓ બેવડો અપરાધ કરીને પોતાનો આ ભવ અને પર ભવ બને બગાડીને દુર્ગતિના ભાગી બને છે. હિત શિક્ષાઓ સ્વહિતમાં – બીજા પર કીચડ ઉછાળવો તે મૂર્ખતા છે અને તેનાથી પોતાની સુરક્ષા કરવાનું માનવું એ મહામૂર્ખાઈ છે. કોઈને ઉભા ન કરી શકો તો પછાડવામાં શરમનો અનુભવ કરો. કોઈની ઉન્નતિ જોઈ ઈર્ષાથી સળગો નહિ. કોઈને પડતા જોઈ આનંદિત ન થાઓ. ગુણગ્રાહી અને ગુણાનુરાગી બનીને ગુણ વૃદ્ધિ કરો. યુધિષ્ઠિર બનો, દુર્યોધન ન બનો. - હૃદયની વિશાળતાથી સમાજની એકતા સંભવે છે. શિથિલાચાર અને શુદ્ધાચારનું સ્વરૂપ શિથિલાચાર માટે હંમેશા સાધુ સાધ્વીઓ ને લક્ષ્યમાં કરીને જ વાત કરાય છે, પણ હકીકતે તો તે બધાજ સાધકોને માટે છે. નિયમો ભલે તેમને લક્ષ્યમાં રાખીને કહેવાયા હોય, પણ અનુસંધાનમાં શ્રાવક શ્રાવિકાઓ પણ આવી જાય છે. શ્રાવક તરીકેનો પોતાનો આચાર પણ ભગવદ કથીત શ્રાવકોના જેવો નથી તો તેને પણ શ્રાવક શિથિલાચાર કહેવાય. શાબ્દિક સ્વરૂપ: સંયમ આચારનું શુદ્ધ પાલન શુદ્ધાચાર છે. શિથિલતાથી અર્થાત્ આળસથી જાગૃતિની ખામીથી, શુદ્ધાશુદ્ધ રૂપથી, સંયમ આચારનું પાલન શિથિલાચાર છે. પ્રાચીન ભાષ્યાદિ ગ્રંથોમાં તેને માટે “શીતલ વિહારી’ અને ‘ઉદ્યત વિહારી' શબ્દોનો પ્રયોગ મળે છે. શીતલનો અર્થ સુસ્તીથી અને ઉદ્યતનો અર્થ જાગૃતિપૂર્વક સંયમમાં વિચરણ કરનાર. આ પ્રમાણે સમજવાથી પ્રચલિત શબ્દ અને પ્રાચીન કાલના શબ્દ પ્રાયઃ એકાર્ણવાચી થાય છે. જ્ઞાતા સૂત્ર આદિમાં આ જ અર્થ માટે ઉગ્યા, ઉગ્નવિહારી તેમજ પાસસ્થા, પાસસ્થવિહારી, ઓસણા, ઓસણવિહારી, કુશીલા, કુશલવિહારી, સંસત્તા, સંસત્તવિહારી, અહાછંદા, અહાછંદવિહારી' શબ્દોનો પ્રયોગ થયો છે. -જ્ઞાતા. અ. ૫ | ઉગ્રવિહારી, ઉધત વિહારી અને શુદ્ધાચારી એ ત્રણે લગભગ એક શ્રેણીના શબ્દ છે. પાસસ્થા, પાસસ્થવિહારી વગેરે શબ્દો સ્વરૂપને એક શબ્દમાં કહેવા શીતલ વિહારી' અને શિથિલાચારી શબ્દ અલગ-અલગ સમયમાં પ્રયુક્ત થયા છે. શુદ્ધ સ્વરૂપનું વિશ્લેષણ :- પાંચ મહાવ્રત પાંચ સમિતિનું જે સ્પષ્ટ આગમ સિદ્ધ વર્ણન છે તથા આચાર શાસ્ત્રોમાં અને અન્ય શાસ્ત્રોમાં જે જે સંયમ વિધિઓનું સ્પષ્ટ વર્ણન છે; નિશીથ સૂત્ર વગેરેમાં જેનું સ્પષ્ટ પ્રાયશ્ચિત્ત વિધાન છે, તેમાંથી કોઈપણ વિધિ કે નિષેધથી વિપરીત આચરણ, વિશેષ પરિસ્થિતિ વિના, પ્રાયશ્ચિત્ત લેવાની ભાવના વિના તેમજ શુદ્ધ સંયમ પાલનના અલક્ષ્યથી કરવું, શિથિલાચાર કહી શકાય છે. પરંતુ સમય સમય પર બનાવવામાં આવેલા વ્યક્તિગત કે સામાજિક સમાચારી સંબંધી નિયમોનું પાલન ન થઈ શકવાથી. કોઈને શિથિલાચારી ન સમજાય તથા આગમ સિદ્ધ સ્પષ્ટ નિર્દેશોનો વ્યક્તિગત લાચારીથી, અપવાદરૂપ સ્થિતિમાં તેમજ યથાસંભવ શીઘ્ર શદ્ધિકરણની ભાવના સાથે ભંગ થાય તો તેને પણ શિથિલાચાર ન સમજાય. Page #155 -------------------------------------------------------------------------- ________________ jainology I આગમસાર નિષ્કારણ સેવન કરાતા દોષોને અને પરંપરા પ્રવૃત્તિરૂપના પોતાના આગમ વિપરીત આચરણોને પણ શિથિલાચાર ન માનવો અથવા શુદ્ધાચાર માનવાની બુદ્ધિમાની કરવી એ યોગ્ય નથી, પરંતુ બેવડો અપરાધ કહેવાય છે. સાથો સાથ બીજાઓની સકારણ અલ્પકાલીન દોષ પ્રવૃત્તિને પણ શિથિલાચાર કહેવો કે સમજવો એ અયોગ્ય સમજ છે જે વિષયોમાં આગમમાં કોઈ સ્પષ્ટ વિધાન કે નિષેધ અથવા પ્રાયશ્ચિત્ત નથી તે વિષયોમાં માન્યતા ભેદથી જે પણ આચાર ભેદ હોય, તેને પણ શિથિલાચારની સંજ્ઞામાં સમાવિષ્ટ ન કરવો જોઇએ. સંક્ષેપમાં– અપવાદની સ્થિતિ વિના સંપૂર્ણ સ્પષ્ટ આગમ નિર્દેશોનું શુદ્ધ પાલન કરવું શુદ્ધાચાર છે અને શુદ્ધ પાલન ન કરવું એ શિથિલાચાર છે. અસ્પષ્ટ નિર્દેશો તથા અનિર્દિષ્ટ આચારો કે સમાચારીઓનું પાલન કે અપાલન શુદ્ધાચાર યા શિથિલાચારનો વિષય થતો નથી. 155 શિથિલાચારનો નિર્ણય કરવા માટે મુખ્ય બે વાતોનો વિચાર કરવો જોઇએ – ૧. આ પ્રવૃતિ સ્પષ્ટ આગમ પાઠથી વિપરીત છે ? ૨. વિશેષ પ્રસંગ કે પરિસ્થિતિ વિના, શુદ્ધિકરણની ભાવના વિના માત્ર સ્વછંદતાથી આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ? એ બે વાતોના નિર્ણયથી શિથિલાચારનો નિર્ણય કરી શકાય છે. બન્ને વાતોનો શુદ્ધ નિર્ણય ર્યા વિના શિથિલાચારનો સાચો નિર્ણય નથી થઈ શકતો. શિથિલાચારીને આગમોમાં અપેક્ષાએ ૧૦ વિભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. યથા – ૧. અહાછંદા ૨. પાસસ્થા ૩. ઉસણા ૪. કુશીલા ૫. સંસત્તા ૬. નિતિયા ૭. કાહિયા ૮. પાસણિયા ૯. મામગા ૧૦, સંપસારિયા. તેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. (૧) અહાછંદા– આગમ નિરપેક્ષ સ્વમતિથી પ્રરૂપણા કરનારા. (૨) પાસસ્થા– સંયમનો ઉત્સાહ માત્ર ઘટી જવો, પૂર્ણ લક્ષ્યહીન થઈ જવું, આળસુ થઈ જવું. અન્ય લક્ષ્યની પ્રધાનતા થઈ જવી. (૩) ઉસણા– પ્રતિલેખન, પ્રતિક્રમણ વગેરે અનેક દૈનિક સમાચારીમાં શિથિલતાવાળા. (૪) કુશીલા– વિદ્યા, મંત્ર, નિમિત્ત, કૌતુક કર્મ વગેરે અભિયોગિક પ્રવૃત્તિવાળા. (૫) સંસત્તા– બહુરૂપી જેવી વૃત્તિવાળા, ઇચ્છાનુસાર હીનાધિક આચારવાળા બની જાય. સંગ તેવો રંગ જેવા . (શુધ્ધ આચારીના આલંબન વગર ન ચાલી શકનારા.) (૬) નિતિયા– કલ્પકાલની મર્યાદાનો ભંગ કરવાવાળા અથવા સદા એક સ્થાનમાં રહેવાવાળા. (૭) કાહિયા— વિકથાઓની પ્રવૃત્તિ કરવાવાળા. કથામાં સમયનું ભાન ન રાખવા વાળા . (૮) પાસણિયા – દર્શનીય સ્થળ જોવા જવાવાળા. (૯) મામગા– આહાર, ઉપધિ, શિષ્ય, ગામ, ઘરોમાં કે શ્રાવકોમાં મમત્વ, મારું મારું એવા ભાવ રાખનારા. (૧૦) સંપસારિયા– ગૃહસ્થના કાર્યોમાં સલાહ દેવી કે મુહૂર્ત આપવાની પ્રવૃત્તિ કરવાવાળા. શુદ્ધાચારીના નિર્ણયને માટે પણ મુખ્ય બે વાતો પર ધ્યાન દેવું જોઇએ. જેમ કે ૧. જે વિના કારણ–પરિસ્થિતિ આગમ વિપરીત કોઈ પણ આચરણ કરવાનું ઇચ્છતો નથી. ૨. પોતાની પ્રવૃતિ અમુક આગમ પાઠથી વિપરીત છે એવું ધ્યાનમાં આવતાં જ જો કોઈ વિશેષ પરિસ્થિતિ ન હોય તો યથાસંભવ તત્કાલ તેને છોડી દેવા તત્પર રહે છે. માત્ર પરંપરાના નામથી ધકેલાતો નથી . તેને શુદ્ધાચારી સમજવો જોઇએ, ઉક્ત વિચારણાઓ પરથી નીચે દર્શાવેલ પરિભાષા બને છે. નિર્મિત થતી પરિભાષા :– (૧) શુદ્ધાચારી : – જે આગમોક્ત સર્વે આચારોનું પૂર્ણપણે પાલન કરે છે કારણ વિના કોઈ અપવાદનું સેવન નથી કરતો. કોઈ કારણથી અપવાદરૂપ દોષનું સેવન કરવા પર તેનું પ્રાયશ્ચિત સ્વીકાર કરે છે. કારણ સમાપ્ત થવા પર તે પ્રવૃત્તિને છોડી દે છે અને આગમોક્ત આચારોની શુદ્ધ પ્રરૂપણા કરે છે, તે ‘શુદ્ધાચારી’ છે. (૨) શિથિલાચારી :– જે આગમોક્ત એક અથવા અનેક આચારોથી સદા વિપરીત આચરણ કરે છે, ઉત્સર્ગ અપવાદની સ્થિતિનો વિવેક નથી રાખતો, વિપરીત આચરણનું પ્રાયશ્ચિત્ત પણ લેતો નથી અથવા આગમોક્ત આચારોથી વિપરીત પ્રરૂપણા કરે છે, તે ''શિથિલાચારી' છે. આગમોક્ત વિધિ નિષેધો સિવાય ક્ષેત્ર કાલના દષ્ટિકોણથી જે કોઈ સમુદાયની સમાચારીનું ગઠન—ગુંથણી કરવામાં આવે છે તેના પાળવાથી કે નહિ પાળવાથી કોઈ અન્ય સમુદાયવાળાઓને શુદ્ધાચારી કે શિથિલાચારી સમજવાનું ચિત્ત નથી. જે સમુદાયમાં જે રહે છે, તેણે તે સંઘની આજ્ઞાથી તે નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે. એવા વ્યક્તિગત સમાચારીના કેટલાક નિયમોની સૂચિ આગળ આપવામાં આવશે. તે પહેલાં આગમ વિધાનોની સૂચિ આપવામાં આવે છે. સાધ્વાચારના કેટલાક આવશ્યક આગમ નિર્દેશ ઃ અઢાર પાપનો ત્યાગ, પાંચ મહાવ્રતનું પાલન, પાંચ સમિતિનું પાલન, બાવન (પર) અનાચારનો ત્યાગ વગેરે અનેક આચાર નિર્દેશ પ્રસિદ્ધ છે. છતાં પણ એનાથી નિકટના સંબંધવાળા કેટલાક જાણવા—ચિંતવવા યોગ્ય આગમ વિષયોનો સંગ્રહ આ પ્રમાણે છે (૧) બીજાની નિંદા કરવી, પરાભવ (અવહેલના વગેરે) કરવું પાપ છે. એવું કરવાવાળા મહાન સંસારમાં પરિભ્રમણ કરે છે. –સૂયગડાંગ થ્રુ.૧, અ.૨, ઉ.ર, ગા. ૨. (૨) આ કુશીલિયો છે,એવું નહિ બોલવું અને જેનાથી અન્યને ગુસ્સો આવે તેવા નિંદાજનક શબ્દ નહિ બોલવા. દશવૈ.અ૧૦,ગા.૧૮. (૩) પરસ્પર વાતો કરવામાં આનંદ નહિ લેવો, સ્વાધ્યાયમાં સદા લીન રહેવું, નિદ્રાને વધુ આદર નહિ દેવો તથા હાંસી ઠઠ્ઠા–મશ્કરીનો ત્યાગ કરવો. – દશવૈ. અ. ૮, ગા. ૪૮. (૪) મોઢું ફાડીને ખડખડાટ હસવાથી પ્રાયશ્ચિત આવે છે. – નિશીથ – ૪ (૫) પ્રતિલેખન કરતાં-કરતાં પરસ્પરમાં વાતો કરવી નહિ, –ઉત્તરા. – અ. ૨૬, ગા. ૨૯ Page #156 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 156 (૨) સવાર સાંજ બન્ને વખત ઉપધિનું પ્રતિલેખન કરવું. – આવ. – ૪ પાત્ર, પુસ્તક વગેરે કોઈપણ ઉપકરણનું એક જ વાર પ્રતિલેખન કરવાનું કોઈ પણ આગમ પ્રમાણ નથી. માત્ર પરંપરાને આગમ પાઠની સામે મહત્વહીન સમજવી જોઇએ. (૭) ચારે કાલમાં સ્વાધ્યાય ન કરે તો ચોમાસી પ્રાયશ્ચિત્ત.-નિશીથ. ૧૯ સેવા કાર્યના અભાવમાં આગમનો સ્વાધ્યાય આવશ્યક સમજવો જોઇએ. (૮,૯) આગમ નિર્દિષ્ટ ક્રમથી વિપરીત વાચના આપે તો પ્રાયશ્ચિત. –નિશીથ ૧૯. (૧૦) પ્રથમ આચારાંગ સૂત્રની વાચના આપ્યા વિના કોઈપણ આગમ નિર્દિષ્ટ સૂત્રની વાચના દે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯ (૧૧) આચાર્ય ઉપાધ્યાય દ્વારા વાચના આપ્યા વિના કે આજ્ઞા આપ્યા વિના, કોઈ પણ સૂત્ર વાંચે તો પ્રાયશ્ચિત્ત – નિશીથ ૧૯ (૧૨) દશ બોલ યુક્ત ભૂમિ હોય ત્યાં પરઠવું જોઇએ. –ઉત્તરા.અ.૨૪, ગા. ૧–૧૮. (૧૩) રસ્તે ચાલતાં વાતો ન કરવી. – આચારાંગ ૨–૩–૨. (૧૪) (ચરે મંદ મણવિન્ગો, અવષ્મિણ ચેયસા.)- દશર્વ. ૫, ૧,૨ (ઉતાવળે ચાલવું અસમાધિ સ્થાન છે. દશા,દ.-૧ ) સમાજમાં ઉતાવળથી અર્થાત્ તેજ ચાલવાવાળા પ્રશંસા પ્રાપ્ત કરીને ખુશ થાય છે, એ અજ્ઞાન દશાનું પરિણામ છે. ઉત્ત. ૧૭ ગા. ૮. (૧૫) થોડીક પણ કઠોર ભાષા બોલવાનું માસિક પ્રાયશ્ચિત્ત; નિશીથ-૨, ગૃહસ્થ કે સાધુને કઠોર વચન બોલવા અથવા તેની કોઈ પણ પ્રકારની આશાતના કરવી એ લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્તનું કાર્ય છે– નિ.૧૫ અને ૧૩. રત્નાધિકોને કઠોર વચન કહે અથવા કોઈપણ પ્રકારની આશાતના કરે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત –નિ.૧૦. (૧૬) દર્શનીય દ્રશ્યોને જોવા અને વાજિંત્ર વગેરેના સ્થાનોમાં સાંભળવાને માટે જાય કે મકાનની બહાર આવીને જુએ તો લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત. -નિશી. ૧૨ તથા ૧૭. (૧૭) રોગના આતંક સમયે આહારનો ત્યાગ કરવો જોઈએ. –ઉત્તરા- અ. ૨૬, ગા.-૩૪, ૩૫ ૮) ઝડપથી ખાવું, અતિ ધીરે ખાવું, બચકારા બોલાવતાં ખાવું-પીવું, નીચે ઢોળતાં ખાવ. સ્વાદ માટે સંયોગ મેળવવો. વગેરે પરિભોગેષણાના દોષ છે. – પ્રશ્ન. અ.. (૧૯) સાધુ સાધ્વીએ ત્રણ જાતના પાત્ર રાખવા કહ્યું છે. –ઠાણાંગ–૩. એના સિવાય ધાતુ હોય કે કાચ, દાંત, વસ્ત્ર, પત્થર વગેરે કોઈપણ પ્રકારના પાત્ર કલ્પતા નથી. – નિશીથ ઉ.૧૧ (૨૦) આચાર્ય ઉપાધ્યાયની વિશિષ્ટ આજ્ઞા વિના વિગય ખાવાનું પણ પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશીથ ઉ.૪ (૨૧) અન્ય સાધુ કાર્ય કરવાવાળા હોય તો કોઈપણ સેવા કાર્ય, શીવણ વગેરે સાધ્વી પાસે કરાવવાનું કલ્પતું નથી. અન્ય સાધ્વી કાર્ય કરનાર હોય તો સાધ્વી, સાધુ દ્વારા પોતાનું કોઈપણ કાર્ય નથી કરાવી શકતી. તે કાર્યમાં કપડા શીવવા હોય કે લાવવા અથવા આહાર ઔષધ વગરે લાવવું દેવું, - વ્યવહાર 8.. (૨૨) સ્વલિંગવાળાના અભાવની સ્થિતિ વિના સાધુ સાધ્વીએ આપસમાં આલોચના, પ્રાયશ્ચિત્ત કરવાનું પણ નથી કલ્પતું. વ્યવ. ઉ.પ. (૨૩) સાધુ સાધ્વી બન્નેને એક બીજાના ઉપાશ્રયે જવું, બેસવું વગેરે કોઈ કાર્ય કરવાનું કલ્પતું નથી. વાચના લેવા દેવાનું હોય તેમજ સ્થાનાંગ કથિત પાંચ કારણ હોય તો જઈ શકે છે, એ સિવાય કેવળ દર્શન કરવા, સેવા(પર્કપાસના) કરવા, અહીં તહીંની વાતો કરવા. વગેરે માટે જવાનું કલ્પતું નથી. -બૃહત્કર્ષ ઉ.૩ સૂ. ૧,૨ અને વ્યવ. ઉ.૭. ઠાણાંગ. અ.૫ (૨૪) જે સાધુ મુખ વગેરેને વણા જેવું બનાવે અને તેનાથી વીણા જેવો અવાજ કાઢે તો પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશી.૫ (૨૬) ગૃહસ્થનો ઔષધ ઉપચાર કરે કે તેને ઉપચાર બતાવે તો પ્રાયશ્ચિત્ત. – નિશિથ ૧૨ (૨૭) વિહાર વગેરેમાં ગૃહસ્થ પાસે ભંડોપકરણ ઉપડાવે તો પ્રાયશ્ચિત્ત. – નિશીથ ૧૨ (૨૮) ચાલીશ વર્ષથી ઓછી ઉમર વાળા તરુણ, નવદીક્ષિત અને બાળમુનિ - એ દરેક સાધુએ આચાર્ય, ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી. કારણકે એ શ્રમણ તેમનાથી અનુશાસિત રહે તો જ તે દીર્ઘકાલ સુધી સમાધિવત રહી શકે છે અર્થાત્ આચાર્ય અને ઉપાધ્યાય બેની એના પર સંભાળ રહેવી આવશ્યક છે. – વ્ય.ઉ.૩ એ ત્રણેને આચાર્ય ઉપાધ્યાયની નિશ્રામાંજ રહેવાનું સૂત્રમાં કહ્યું છે. માત્ર સ્થવિરની નિશ્રામાં કે કેવલ એક પદવીધરની નિશ્રામાં એમનું સદાને માટે રહેવાનું આગમ વિપરીત છે. અર્થાત્ કોઈ પણ વિશાળ ગચ્છને આચાર્ય ઉપાધ્યાય અને પ્રવર્તિનીની પદ વ્યવસ્થા વિના લાંબા સમય સુધી રહેવું કલ્પતું નથી. - વ્ય.૩ (૨૯) સંઘાડાના મુખી બનીને વિચરનારમાં ૬ ગુણ હોવા જોઇએ. ઠાણાંગ. ૬, તેમાં એક આ પણ છે કે બહુશ્રુત હોવા જોઇએ. જઘન્ય માં જઘન્ય સંપૂર્ણ આચારાંગ નિશીથ અર્થ સહિત કંઠસ્થ કરનાર બહુશ્રુત કહેવાય છે. -બૃહકલ્પસૂત્ર ઉરૂ સૂત્ર-૧, અને ભાષ્યગાથા-દ૯૩, નિ.ચૂ.ગા. ૪૦૪ (૩૦) યોગ્ય અયોગ્ય સર્વને એક સાથે વાચના દેવી પ્રાયશ્ચિત્તનું કારણ છે. (૩૧-૩૨) પ્રતિક્રમણ-(તચ્ચિત્તે, તમ્મણે, તલ્લેસે, તદજઝવસિએ, તત્તિવજઝવસાણે, તદટ્ટોવઉત્તે, તદમ્પિયકરણે, તભાવણા ભાવિએ, અણ– કલ્થઈ મણે અકરે માણે.) આ પ્રમાણે એકાગ્રચિત્ત થઈને કરવાથી ભાવ પ્રતિક્રમણ થાય છે અન્યથા નિદ્રા અને વાતોમાં કે અસ્થિર ચિત્તમાં દ્રવ્ય પ્રતિક્રમણ થાય છે. – અનુયોગ દ્વાર સૂત્ર ૨૭ મું. કહ્યું પણ છે. – દ્રવ્ય આવશ્યક બહુ ક્ય,ગયા વ્યર્થ સહુ, અનુયોગ દ્વાર જોઈ લેવો રે. આથી પ્રતિક્રમણમાં નિદ્રા અને વાતો કરવાનું ક્ષમ્ય નથી થઈ શકતું. (૩૩) આહારની કોઈ વસ્તુ ભૂમિ પર અથવા આસન પર રાખે તો પ્રાયશ્ચિત્ત. – નિ.૧૬ (૩૪) મકાન નિર્માણના કાર્યમાં સાધુએ ભાગ લેવો જોઇએ નહિ. –ઉત્તરા.અ.૩૫ ગા. ૩થીe (૩૫) સાધુ કોઈપણ વસ્તુના ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરે તો તે વાસ્તવિક સાધુ નથી હોતો. ક્રય વિજય મહાદોષકારી છે. - ઉત્તરા. આ. ૩૫ ગાથા ૧૩, ૧૪, ૧૫ આચા. શ્ર. ૧અ. ૨–ઉ.૫ Page #157 -------------------------------------------------------------------------- ________________ jainology 157 આગમસાર (૩૬) આહાર બનવા બનાવવામાં સાધુએ ભાગ ન લેવાય. અગ્નિનો આરંભ બહુ જીવ હિંસા જનક છે. – ઉત્તરા.અ. ૩૫-ગાથા ૧૦, ૧૧, ૧૨. (૩૭) (વિભૂસાવત્તિયં ભિષ્મ કર્મો બંધઈ ચિકણું. સંસાર સાયરે ઘોરે, જેણં, પડઈ દુરુત્તરે) –દશર્વે. અગા.૬૬ - સ્વાથ્યની દ્રષ્ટિએ અત્યંત આવશ્યક તેમજ અસહનશીલતાની સ્થિતિમાં કરવામાં આવતી પ્રક્ષાલનપ્રવૃત્તિને વિભૂષા કહેવામાં આવતી નથી. સારા દેખાવાની ભાવના અને ટાપટીપની વૃતિને વિભૂષાનું પ્રતીક સમજવું જાઈએ. (ગાહાવઈણામેગે સૂઈ સમાયારા ભવતિ ભિખૂ ય અસિહાણએ, મોયસમાયારે સે તગ્ગધ દુર્ગંધ, પડિકૂલે પડિલોમે યાવિ ભવઈ). આચા. ૨,૨,૨ એવા આગમ પાઠ, સારા દેખાવાની વૃત્તિના પક્ષકાર નથી. ઉત્તરાધ્યયન અ.૨. ગા. ૩૭ માં (જાવ સરીર બેઓ ત્તિ, જલં કાણ ધારએ). કથનમાં મેલ પરીષહ સહન કરવાની વિશિષ્ટ પ્રેરણા છે. (૩૮) (સવં સાવજજં જો– પચ્ચક્ઝામિ જાવજજીવાએ તિવિહં તિવિહેણું). –આવશ્યક સૂત્ર, અઢાર પાપ કરવા, કરાવવા અને ભલા જાણવાનો જીવનપર્યત ત્યાગ હોય છે. ક્રોધ કરવો, જૂઠ-કપટ કરવું અને નિંદા કરવી તેમજ અંદરોઅંદર કલહ કરવો એ પણ સ્વતંત્ર પાપ છે.તેના સાધુને પ્રત્યાખ્યાન હોય છે. (૩૯) ગૃહસ્થને "બેસો, આવો આ કરો-તે કરો, સૂવો, ઉભા રહો, ચાલ્યા જાઓ; વગેરે બોલવું ભિક્ષુને કલ્પતું નથી – દશવૈ. અ.૭ ગા. ૪૭. (૪૦) માર્ગમાં લીલું ઘાસ, બીજ, અનાજ વગેરે કોઈપણ સચિત્ત ચીજ હોય તો તે દોષયુક્ત માર્ગેથી નહિ જતાં અન્ય માર્ગે થઈને જવું, અન્ય માર્ગ ન હોય તો પગને આડા ત્રાંસા કે પંજાભર કરીને પગલાં સંભાળી સંભાળીને યથા શક્ય બચાવ કરીને ચાલવું અર્થાતુ. આખા પગલા ધરતી પર રાખીને આરામથી ચાલવું નહીં. - આચા. ર. અ.૩. (૪૧) એષણાના ૪૨ દોષ ટાળીને આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા વગેરે ગ્રહણ કરવા જોઇએ- ઉત્તરા.અ.૨૪.ગા.૧૧, એ દોષ યક્ત ગ્રહણ કરવાથી ગુરુચૌમાસી તેમજ લઘુ ચૌમાસી વગેરે જુદા-જુદા પ્રાયશ્ચિત્ત આવે છે. – નિશીથ ઉદ્દેશા ૧,૧૦, ૧૩, ૧૪ વગેરે. (૪૨) ઉઘાડા મુખે બોલવું સાવધ ભાષા છે અર્થાત્ મુહપત્તિથી મુખ ઢાંક્યા વિના જરા પણ બોલવું નહિ. – ભગ. શ.૧ .૨. એ આગમોક્ત નિર્દેશો તથા અન્ય પણ એવી અનેક આજ્ઞાઓથી વિપરીત જો પોતાની પ્રવૃત્તિ હોય અને પ્રાયશ્ચિત્ત શુદ્ધિ પણ કરવામાં ન આવે, તો એવી સ્થિતિમાં પોતાને શિથિલાચારી ન માનતાં શુદ્ધાચારી માનવું, તે પોતાના આત્માને છેતરવા સમાન છે. જો શિથિલાચારીનં કલંક(લેબલ)પસંદ ન હોય તો ઉપરોક્ત આગમ નિર્દેશો અનસાર ચાલવાની અને અશ પરંપરા છોડવાની સરલતા અને ઈમાનદારી ધારણ કરવી જોઇએ. કેટલાંક નિયમોનો આગમિક કોઈ સ્પષ્ટ પાઠ ઉપલબ્ધ નથી. કેટલાક વ્યક્તિગત વિચારોથી અને કેટલાક અર્થ પરંપરાથી અથવા નવા અર્થની ઉપજથી સમયે સમયે બનાવવામાં આવેલી સમાચારરૂપ છે. તેમાં કેટલાક સામાન્ય સાવધાની રૂપ છે, કેટલાક અતિ સાવધાનીરૂપ છે. એ નિયમોના બનવા બનાવવામાં મુખ્ય લક્ષ્ય પ્રાયઃ સંયમ સુરક્ષાના અને આગમોક્ત નિયમોના પાલનમાં સક્યોગ સફળતા મળતી રહે, એવો છે. તેમ છતાં આગમમાં નહિ હોવાથી તેના પાલન કે અપાલનને શુદ્ધાચાર કે શિથિલાચારની ભેદરેખામાં નથી જોડી શકાતા તેમજ આગમની સમાન જોર પણ દઈ શકાય નહિં. જો તેનું પાલન કરે તો તે તેનું પરંપરા પાલન, સાવધાન દશા અને વિશેષ ત્યાગ-નિયમરૂપ કહી શકાય છે, તેમાં કોઈ નિષેધ નથી પરંતુ એ નિયમોનું પાલન કરનાર શુદ્ધાચારી છે અને પાલન નહિ કરનાર શિથિલાચારી છે, એમ સમજવું કે કહેવું બુદ્ધિમાની કે વિવેક યુક્ત નથી. કેટલાક સાધક એ વધારાના નિયમોનું પાલન તો કરે છે અને મૌલિક આગમોક્ત નિયમોની ઉપેક્ષા કે ઉપહાસ પણ કરી લે છે, વિપરીત પ્રરૂપણા પણ કરી દે તે શુદ્ધાચારી કહી શકાતા નથી. જે સાધક મૌલિક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશોનું યથાવત્ પાલન કરે અને એ વધારાના નિયમોમાંથી જે જે નિયમ સ્વગચ્છમાં નિર્દિષ્ટ હોય તેનું પાલન કરે અને અન્યનું પાલન ન કરે તો તેને શિથિલાચારી સમજી શકાય નહિ. જે સાધક આગમોક્ત સ્પષ્ટ નિર્દેશો અને પરંપરાઓ બનેનું યથાવત્ પાલન કરે છે તેને તો શુદ્ધાચારી કે વિશિષ્ટાચારી કહેવામાં કોઈ | પરંતુ જો ૫-૧૦ કે એક પણ આગમોક્ત નિર્દેશનું પરંપરાના આગ્રહથી તે શ્રમણો દ્વારા અપાલન થતું હોય તો તેઓ પણ શુદ્ધાચારીની કક્ષાથી ઉતરતા જ કહેવાય ભલે ને તે કેટલીય વિશિષ્ટ સમાચારીઓનું પાલન કરતા હોય. શુદ્ધાચાર કે શિથિલાચારનું સ્વરૂપ સમજ્યા વિના મનમાન્યા નિર્ણય કરવાથી કે કંઈ પણ કહેવાથી કાં તો નિરર્થક રાગદ્વેષ વધારવાનું થાય છે અથવા શિથિલાચારનું પોષણ થાય છે અને નિશીથ ઉ.-૧૬ અનુસાર પ્રાયશ્ચિત આવે છે (શિથિલાચારીને શુદ્ધાચારી અને શુદ્ધાચારીને શિથિલાચારી કહે તો પ્રાયશ્ચિત્ત). આ વિવેચનથી સાચો અર્થ સમજીને શિથિલાચારનો અસત્ય આક્ષેપ લગાડવાથી બચી શકાય છે તથા પોતાના આત્માનો. સાચો નિર્ણય પણ લઈ શકાય છે. સાથે જ શુદ્ધ સમજપૂર્વક શક્તિ અનુસાર શુદ્ધ આરાધના કરી શકાય છે. પુનશ્ચ સારભૂત ચાર વાક્ય:(૧) પ્રવૃત્તિ(રિવાજ) રૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર છે. (૨) પરિસ્થિતિ કે અપવાદ માર્ગરૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર નથી. (૩) પૂર્વધરો સિવાય તે પછીના જમાનાના અન્ય આચાર્ય વગેરે દ્વારા બનાવાયેલ, આગમથી વધારાના નિયમોથી વિપરીત આચરણ કરવું શિથિલાચાર નથી. (૪) જે ગચ્છમાં કે સંઘમાં રહેવું હોય તે ગચ્છ કે સંઘના નાયકની સંયમ પોષક આજ્ઞા અને તે ગચ્છની કોઈપણ સમાચારીનું પાલન ન કરવું તે શિથિલાચાર જ નહિ સ્વચ્છંદાચાર પણ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 158 સ્થાવરકાયની દયા માટે : (૧) એક મંદીરમાર્ગી શ્રાવકની આસ્થા જોવા મળી કે પાંખીના દિવસે ચટણીનાં પથ્થર પર પણ ટાંકણી મરાવવી નહિં! નોધ: આજ જ્ઞાનનો ઉપયોગ છે. ઉપયોગદશા છે. સાર:- પૃથ્વીથી પાણીનાં જીવો સુક્ષ્મ, તેથી અગ્નિનાં અને તેથી વાયુકાયના જીવો સુક્ષમ છે. વાયુકાયની દયા પાળવી સૌથી અઘરી છે. બોલતી વખતે મુખવસ્ત્રીકા થી મોટું ઢાકી ને બોલવું. ઉઘાડે મોઢે બોલાતી ભાષા સાવધ હોય છે. – સૂત્ર ભગવતી ની સાખે. (૧.૨) બીલાડી આવે તો ઉડી જવું એ જ્ઞાન અને ઉડવાની ક્રિયા તે આચરણ. જો પોપટ ફક્ત જ્ઞાનથી કે ભાવથી ઉડવાની ઇચ્છા રાખે પણ બિલાડી આવે ત્યારે ઉડે નહિં, તો તેનું-બિલાડી આવે તો ઉડી જાઉ– નું રટણ પણ તેનાં પ્રાણ બચાવી શકતું નથી. (૨) ચોવીસ કલાક મુહપત્તિ બાંધી રાખવી (ઉઘાડે મુખે બોલવાથી સાવધ ભાષા ગણાય છે –ભ.શ.-૧૬, ઉ.-૨) સાવધ ભાષાથી બચવા માટે બોલતા સમયે અને લિંગ(ઓળખ) માટે યથાસમય મુખવસ્ત્રિકા બાંધવી આવશ્યક હોય છે. (૩) ટૂંકવું કે હવા કરવી(વજવું) એ બે કાર્યોના નિષેધ ઉપરાંત અન્ય અનેક નિયમ અને મર્યાદાઓ વાયુકાયની યતના માટે છે. (૪) જેવી રીતે પાણીનો દરીયો છે, તેવોજ આ હવાનો દરીયો છે જેમાં આપણે જીવી રહયા છીએ. આપણા હલન ચલનથી આસપાસના વાયકાયના જીવોની વિરાધના થાય છે. વિના કારણ હલનચલન ન કરવું તથા કરવું પડે ત્યારે જતનાથી ધીરેથી હલનચલન કરવું. આપણી આસપાસના વાયુકાયનું ચિંતન વારંવાર કરવાથી તે જીવોનું સ્મરણ રહેશે અને અનુકંપા ના ભાવપૂર્વકનું જીવન થઈ જશે. વતિ અને અવ્રતિ વચ્ચેના વ્યવહાર :આવા વ્યવહારનાં ત્રણ ભેદ કરી શકાય. ૧) વંદન વ્યવહાર: અવૃતિને વ્રતિ વંદન ન કરે. ૨) ધર્મ કરણીમાં સહાય : ધર્મકરણીમાં સહાયક પ્રવૃતિનો આમાં નિષેધ ન સમજવો. સરખા વેદ વાળામાં આ વ્યવહાર હોય છે. જેમકે કોઈ બાળક કે નવી વ્યકિતને મુહપતિ બાંધી દેવી, બાંધતા શીખવાડવી, સામાયિકના કપડા બાંધતા કે પરિલેહણ કરતાં શીખવાડવું. ગોછો બાંધી દેવો વગેરે.. શ્રાવક અને સાધુનો આપસમાં આ વ્યવહાર બહુધા હોતો નથી પણ શ્રાવક–વૃતિશ્રાવક આ વ્યવહાર કરી શકે છે. કયારેક વસ્તિના અભાવમાં સાધુ પણ અનુકંપા ભાવથી આ વ્યવહાર શ્રાવક સાથે કરી શકે છે. ઉપાશ્રયમાં કોઈ વડીલ અસ્વસ્થ સાધર્મિકને સહારો દેવો, તેના ઉપકરણ લાકડી ચશ્મા લઇ આપવા, ચલણગોડી ખુરશી બંકોડો ઉપાડી દેવો. આવા અનુકંપાના કામમાં વ્રતિ અવ્રતિનો ભેદ ન કરવો. ૩) શરીર ધ્રુશુષા કે શરીર સેવાઃ સરખે સરખા વ્રતવાળા અને સરખા વેદ વાળા(સ્ત્રી સ્ત્રી કે પુરુષપુરુષ) એકબીજાની શરીર શ્રશુષા જયાં આગાર હોય ત્યાં કરી શકે છે. – F F – સર્વનું મૂળ શું?:૧ સર્વ ગુણોનું મૂળ વિનય. સર્વ બંધનું મૂળ રાગ. ૨ સર્વરસોનું મૂળ પાની. ૭ સર્વ દુઃખનું મૂળ શરીર. ૩ સર્વ ધર્મોનું મૂળ દયા. ૮ સર્વ શરીરોનું મૂળ કર્મ ૪ સર્વ રોગનું મૂળ અજીર્ણ ૯ સર્વે કર્મોનું મૂળ ૧૮ પાપ. પ સર્વ કલેશનું મૂળ હાંસી ૧૦ સર્વ પાપનું મૂળ લોભ. મહા પાપીના બાર બોલ:૧. આત્મ ઘાતી મહાપાપી. ૭. જૂઠી સાક્ષી દેવા વાળો મહાપાપી. ૨. વિશ્વાસઘાતી મહાપાપી. ૮. સરોવરની પાળ તોડનાર મહાપાપી. ૩. ગુરુ દ્રોહી મહાપાપી. ૯. વનમાં આગ લગાડનાર મહાપાપી. ૪.ઉપકારીનો ઉપકાર ભૂલનાર કે અપકાર કરનાર . ૧૦. લીલા વન કપાવનાર મહાપાપી. ૫. જૂઠી સલાહ દેનાર મહાપાપી. ૧૧, બાલ હત્યા કરનાર મહાપાપી. ૬. હિંસામાં ધર્મ બતાવનાર મહાપાપી. ૧૨. સતી સાધ્વીનું શીલ લૂંટનાર મહાપાપી. દસ બોલ દુર્લભ:૧. મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. ૬. સંપૂર્ણ ઈદ્રિયો મળવી દુર્લભ છે. ૨. આર્ય ક્ષેત્ર મળવું દુર્લભ છે. ૭. જૈન સાધુ સંતોની સેવા મળવી દુર્લભ છે. ૩. ઉત્તમ કુલ મળવું દુર્લભ છે. ૮. સૂત્ર સિદ્ધાંતની વાણી સાંભળવા મળવી દુર્લભ છે. ૪. શરીર નિરોગી મળવું દુર્લભ છે. ૯. ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ થવી દુર્લભ છે. ૫. લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે. ૧૦. સાધુ ધર્મ કે શ્રાવક ધર્મનું આચરણ મળવું દુર્લભ છે. નવ દુષ્કર:૧. આઠ કમાંથી મોહનીય કર્મને જીતવું મહામુશ્કેલ. ૩. ત્રણ જોગ માંથી મન જોગને સ્થિર રાખવું મહામુશ્કેલ. ૨. પાંચ મહાવ્રત માંથી ચોથા મહાવ્રતનું પાલન મહામુશ્કેલ. ૪. શક્તિ છતાં ક્ષમા કરવી મહામુશ્કેલ. Page #159 -------------------------------------------------------------------------- ________________ 159 આગમસાર ૭. ભર યૌવનમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન મહામુશ્કેલ. ૮. કંજૂસ દ્વારા દાન કરાવવું મહામુશ્કેલ. ૯. પાંચ સમિતિમાંથી ભાષા સમિતિનું પાલન મહામુશ્કેલ. jainology પ. પાંચ ઇન્દ્રિયો માંથી રસ ઇદ્રિયને જીતવી મહામુશ્કેલ ૬. છ કાય જીવો માંથી વાયુકાયના જીવોની રક્ષા કરવી મહામુશ્કેલ. જ્ઞાન વૃદ્ધિના અગિયાર બોલઃ ૧. ઉદ્યમ કરવાથી જ્ઞાન વધે. ૨. નિદ્રા તજે તો જ્ઞાન વધે. ૩. ઉણોદરી તપ કરે તો જ્ઞાન વધે. ૪. ઓછું બોલે તો જ્ઞાન વધે. ૫. જ્ઞાનીની સંગત કરે તો જ્ઞાન વધે. ૬. વિનય કરવાથી જ્ઞાન વધે. ૭. કપટ રહિત તપ કરવાથી જ્ઞાન વધે. ૮. સંસારને અસાર જાણવાથી જ્ઞાન વધે. ૯. જ્ઞાનવંત પાસે ભણવાથી જ્ઞાન વધે. ૧૦. જ્ઞાનીઓ સાથે જ્ઞાન ચર્ચા કરે તો જ્ઞાન વધે. ૧૧. ઈદ્રિયોના આસ્વાદ તજવાથી જ્ઞાન વધે. નહીં....નહી.....નહી....:૧. ક્રોધ સમાન વિષ નહીં. ૫. પાપ સમાન વૈરી નહીં. ૨. ક્ષમા સમાન અમૃત નહીં. ૬. ધર્મ સમાન મિત્ર નહીં. ૩. લોભ સમાન દુઃખ નહીં. ૭. કુશીલ સમાન ભય નહીં. ૪. સંતોષ સમાન સુખ નહીં. ૮. શીલ સમાન શરણભૂત નહીં. શૃંગાર : ૧. શરી ? શીલ ૭. શુભ ધ્યાનનો શૃંગાર સંવર ૨. શીલનો શૃંગાર તપ ૮. સંવરનો શૃંગાર નિર્જરા ૩. તપનો શૃંગાર ક્ષમા ૯. નિર્જરાનો શૃંગાર કેવલજ્ઞાન ૪. ક્ષમાનો શૃંગાર જ્ઞાન ૧૦. કેવલજ્ઞાનનો શૃંગાર અક્રિયા ૫. જ્ઞાનનો શૃંગાર મૌન ૧૧. અક્રિયાનો શૃંગાર મોક્ષ અને ૬. મૌનનો શૃંગાર શુભ ધ્યાન ૧૨. મોક્ષનો શૃંગાર અવ્યાબાધ સુખ. દુર્વ્યસન સાત: ૧. જુગાર રમવું ૨. માંસભક્ષણ ૩. મદિરા પાન અને ધૂમ્રપાન ૪. વેશ્યા ગમન પ. શિકાર કરવો . ચોરી કરવી અને ૭. પર સ્ત્રી સાથે ગમન કરવું. ઉપરોક્ત સાત વ્યસનવાળા મનુષ્ય નરક આદિ દુર્ગતિઓમાં જાય છે. પુણ્યવાનની ઉત્તમ સામગ્રી :૧. ક્ષેત્ર- (૧) ગ્રામાદિ ઉત્તમ સ્થાન, (૨) રહેવાનું ભવન, ૫. કાંતિવાન શરીર મળવું. (૩) ચાંદી સોના આદિ સામગ્રી, (૪) ગાયો, ભેંસો, ઘોડા ૬. આરોગ્યવાન શરીર મળવું. આદિ અને નોકર-ચાકર; આ સર્વ સંયોગ મળવા. ૭. તીવ્ર અને વિમલ બુદ્ધિ મળવી. ૨. શ્રેષ્ઠ મિત્રોનો યોગ. ૮. વિનયવાન અને સર્વને પ્રિય હોવું. ૩. શ્રેષ્ઠ સગા-સંબંધીઓ મળવા. ૯. યશસ્વી હોવું. ૪. આદરણીય અને શ્રેષ્ઠ ખાનદાન મળવું. ૧૦. બળવાન-શક્તિશાળી હોવું. સુખ:૧. શરીરનું નીરોગી હોવું – નિરોગીતા ૬. સંતોષવૃત્તિ-અલ્પ ઇચ્છા. ૨. દીર્ઘ આયુ. ૭. આવશ્યકતા અનુસાર વસ્તુ મળી જવી. ૩. ધન-સંપત્તિ વિપુલ હોવી. ૮. ભૌતિક સમૃદ્ધિ. ૪. પ્રીતિકારક શબ્દ અને રૂપની પ્રાપ્તિ. ૯. સંયમ પ્રાપ્તિ. ૫. શુભ ગંધ, રસ અને સ્પર્શની પ્રાપ્તિ. ૧૦. મોક્ષની પ્રાપ્તિ. રોગ થવાના નવ કારણઃ ૧. અતિ બેસવું અતિ ઉભાં રહેવું ૬. લઘુનીત–મૂત્ર રોકવાથી. ૨. આરોગ્યથી પ્રતિકૂળ આસને બેસવું. ૭. અતિ ચાલવાથી. ૩. અતિ નિદ્રા. ૮. પોતાની પ્રકૃતિથી પ્રતિકૂળ ભોજન કરવાથી કે ૪. અતિ જાગરણ. અતિ ભોજન કરવાથી. ૫. વડીનીત રોકવાથી. ૯. વિષયોમાં અતિ વૃદ્ધ રહેવાથી. દસ પ્રકારે દીક્ષા :૧. પોતાની કે બીજાની ઇચ્છાથી દીક્ષા લેવી. ૪. વિશેષ પ્રકારનું સ્વપ્ન આવવાથી દીક્ષા લેવી. ૨. કોઈ પર ક્રોધ કરીને દીક્ષા લેવી. ૫. કોઈના વચન પર આવેશ આવવાથી દીક્ષા લેવી. ૩. ગરીબીના કારણે દીક્ષા લેવી. ૬. જાતિસ્મરણ જ્ઞાન થવાથી દીક્ષા લેવી. Page #160 -------------------------------------------------------------------------- ________________ 160 આગમસાર–પૂર્વાર્ધ ૭. રોગના કારણે દીક્ષા લેવી. ૯. દેવ દ્વારા પ્રતિબોધ દેવા પર દીક્ષા લેવી. ૮. અપમાનિત થવા પર દીક્ષા લેવી. ૧૦. પુત્ર-સ્નેહના કારણે તેની સાથે દીક્ષા લેવી. આમાંથી કોઈપણ નિમિત્તે દીક્ષા લેનાર આત્મ કલ્યાણ કરી શકે છે. શ્રાવકની ભાષા:૧. પહેલા બોલે શ્રાવકે થોડું બોલવું. ૬. છઠ્ઠા બોલે શ્રાવકે મર્મકારી ભાષા નહીં બોલવી. ૨. બીજા બોલે શ્રાવકે કામ પડ્યેથી બોલવું. ૭. સાતમા બોલે શ્રાવકે સૂત્ર સિદ્ધાંતના ન્યાયથી બોલવું. ૩. ત્રીજા બોલે શ્રાવકે મીઠા બોલવું. ૮. આઠમા બોલે શ્રાવકે સર્વ જીવોને સાતાકારી ૪. ચોથા બોલે શ્રાવકે ચતુરાઇથી કે અવસર જાણી બોલવું. ભાષા બોલવી. ૫. પાંચમા બોલે શ્રાવકે અહંકાર રહિત બોલવું. આયુષ્ય બંધના કારણો - (૧) નરકનું આયુષ્ય ૪ પ્રકારે બાંધે– ૧. મહા આરંભ કરે (પાપના મોટા ધંધા કરે) ૨. મહા પરિગ્રહ રાખે (ઈચ્છા સીમિત ન કરે) ૩. મધ-માંસનો આહાર કરે. ૪. પંચેન્દ્રિયની વાત કરે. (ર) મનુષ્યનું આયુષ્ય ૪ પ્રકારે બાંધ:૧. ભદ્ર પ્રકૃતિ વાળા હોય. ૨. વિનય પ્રકૃતિવાળા હોય. ૩. દયાવાળા હોય. ૪. ધમંડ-ઈર્ષ્યા રહિત હોય. (૩) તિર્યંચનું આયુષ્ય ૪ પ્રકારે બાંધે – ૧. કપટ કરે ૨. માયા કપટ કરે, છલ-પ્રપંચ કરે ૩. જૂઠ બોલે ૪. ખોટા તોલ, ખોટા માપ કરે. (૪) દેવતાનું આયુષ્ય ૪ પ્રકારે બાંધે:૧. સંયમ પાળે ૨. શ્રાવકના વ્રત પાળે ૩. અજ્ઞાન દશાથી તપ કરે ૪. અનિચ્છાથી કષ્ટ સહન રહે. (૫) મોક્ષ પ્રાપ્તિ ૪ પ્રકારે :- ૧. સભ્ય જ્ઞાન ૨. સમ્યગ્દર્શન ૩. સમ્યફ ચારિત્ર ૪. સમ્યફ તપ, આ ચારેયની ઉત્તમ આરાધના કરી કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનું ઉપાર્જન કરવાથી અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. અંધા:- ૧. ક્રોધથી અંધ. ૬. દ્વેષથી અંધ. ૨. માનથી અંધ. ૭. જન્મથી અંધ. ૩. માયાથી અંધ. ૮. વિષયના અંધ. ૪. લોભથી અંધ. ૯. દિનના અંધ(ઘુવડ) ૫. રાગથી અંધ. ૧૦. રાતના અંધ(રતાંધળા). છ પ્રકારે અજીર્ણ : ૧. જ્ઞાનનું અજીર્ણ – ઘમંડ, કુતર્ક ૨. દાનનું અજીર્ણ – યશોકામનાની મતિ ૩. તપનું અજીર્ણ – ૪. ક્રિયાનું અજીર્ણ – અન્યથી ધૃણા, ઈર્ષ્યા ૫. ધનનું અજીર્ણ લાલસા, કંજૂસાઈ, પર–તિરસ્કાર ૬. બલનું અજીર્ણ લડાઇ, આત્મોત્કર્ષ–સ્વપ્રશંસા છ સુફલ:૧. જ્ઞાનનું સુકલ નમ્રતા, નિરહંકાર ૨. દાનનું સુફલ લઘુતા, અનુકમ્પા ૩. તપનું સુફલ કર્મનિર્જરા, શાંતિ, નિર્મોહ, અલ્પેચ્છા ૪. ક્રિયાનું સુફલ આત્માનંદ, પ્રેમ, સમભાવ વૃદ્ધિ ૫. ધનનું સુફલ સંતોષ, દાન, સવ્યવહાર ૬. બલનું સુફલા સેવા-ભાવ, ગંભીરતા, ગમ ખાવી. ક્રોધ યશો ભાવના શું છે?: માનવ કંઈ કરીને યશ-પ્રશંસા ઈચ્છે તે અવગુણ છે. માનવ કંઈ કરીને બીજાથી પોતાને ચઢિયાતો દેખાડવા ઇચ્છે તે અજ્ઞાનદશા છે. માનવ કંઈ કરીને પોતાને ઊંચા અને બીજાઓને નિમ્ન દેખાડવા ઇચ્છે તો તે મૂર્ખતા છે. જ્ઞાની કહે છે કે– યશ, પૂજા, સત્કાર, સન્માનને કીચડ સમાન સમજો. આ બધા અહંભાવના પોષક છે. તે આત્માને માટે સૂક્ષ્મ શલ્ય છે, કાંટા છે. માટે યશ અને નામનાની ચાહના કરવી, તે આત્માની અવનતિ કરવાની એક પ્રક્રિયા છે. સુખી અને ઉન્નત જીવનના ત્રણ ગુણ :- (૧) કમ ખાઓ (૨) ગમ ખાઓ (૩) નમ જાઓ. Page #161 -------------------------------------------------------------------------- ________________ jainology 161 આગમસાર દસ શ્રમણ ધર્મ:૧. ક્ષમા કરવી. ૭. મન, વચન, કાયાનો અને ઈદ્રિયોનો પૂર્ણ સંયમ હોવો. ૨. ઘમંડ રહિત હોવું. ૮. તપસ્યા અને સ્વાધ્યાયમાં લીન રહેવું. ૩. કપટવૃત્તિ છોડીને સરલ થવું. ૯. ત્યાગ પચ્ચખાણ કરવા, શ્રમણોને પોતાના ૪. લોભ લાલસાનો ત્યાગ. આહારાદિ દેવા. ૫. મમત્વ પરિગ્રહથી મુક્ત થવું. ૧૦. શુદ્ધ બ્રહ્મચર્ય પાલન (મન, વચન અને કાયાથી). ૬. સત્યવાન હોવું, ઇમાનદારીથી ભગવદાશા પાલન. ક્રોધીના અવગુણ : ક્રોધી મહા ચંડાલ આંખ્યા કરદે રાતી,ક્રોધી મહા ચંડાલ ઘડ–ઘડ ધ્રુજે છાતી, ક્રોધી મહા ચંડાલ ગિણે નહીં માતા ભાઈ,ક્રોધી મહા ચંડાલ દોનો ગતિ દેવ ડુબાઈ, ક્રોધી મહા ચંડાલ ગિણે નહીં થાલી કુંડો,ક્રોધી મહા ચંડાલ જાય નરકમાં ઊંડો. દસ મુંડન : ૧.શ્રોતેન્દ્રિય મુંડન ૬. ક્રોધ મુંડન–ગુસ્સો નહીં કરવો. ૨. ચક્ષુઈન્દ્રિય મુંડન ૭. માન મુંડન–ઘમંડ નહીં કરવો. ૩. ધ્રાણેન્દ્રિય મુંડન ૮. માયા મુંડન-કપટ નહીં કરવું. ૪. રસનેન્દ્રિય મુંડન ૯. લોભ મુંડન-લાલસાઓ છોડવી. ૫. સ્પર્શેન્દ્રિય મુંડન ૧૦. શિરમુંડન-લોચ કરવો. પાંચે ય ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયોની લાલસા ન રાખવી અને શુભ અશુભ સંયોગોમાં રાગદ્વેષ નહીં કરતાં તટસ્થ ભાવમાં રહેવું, તે ઈન્દ્રિયોનું મુંડન કહેવાય છે. મુનિ દર્શનના પાંચ નિયમ યાને શ્રાવકના પાંચ અભિગમ (૧) સચેતનો ત્યાગ- સચિત્ત સજીવ ચીજોને પોતાની પાસે ન રાખવી. (૨) અચેતનો વિવેક– અચેત રાજચિન્હ છત્ર, ચામર, તલવાર આદિ તથા જૂતા, ચંપલ આદિ મુનિની પાસે આવતા જ ત્યાગ કરવો. (૩) ઉતરાસંગ– મુનિના અવગ્રહમાં પ્રવેશ કરતાં જ મુખવસ્ત્રિકા રાખવી અર્થાત ઉત્તરાસંગ કરવું. (૪) અંજલિકરણ– મુનિની પાસે પહોંચતા જ હાથ જોડવા. (૫) મનની એકાગ્રતા- બધી ઝંઝટોને મગજમાંથી કાઢીને રાગદ્વેષથી દૂર થઈને એકાગ્રચિત્ત થઈને મુનિની પાસે પ્રવેશ કરવો ત્યારબાદ સવિધિ સભક્તિ વંદન, ગુણકીર્તન, જિનવાણી શ્રવણ, ગુણગ્રહણ તેમજ વ્રત ધારણ આદિ કરવું જોઇએ. અણમોલ ચિંતન બીજાઓને માટે ફક્ત ઉત્સર્ગ વિધિનો એકાંતિક આગ્રહ રાખવો અને કસોટી કરવી, દોષ જોવા, પરંતુ પરિસ્થિતિ આવતાં જ પોતે અપવાદનું સેવન કરી લેવું એ સંકુચિત્ત તેમજ હીન મનોદશા છે. ખરેખર તો પોતાને માટે કથની કરણીમાં ઉત્સર્ગ વિધિનો જ આદર્શ જીવનમાં રાખવો જોઈએ. મરવું મંજૂર પરંતુ દોષ લગાડવો નહીં, અપવાદનું સેવન કરવું નહીં. પરંતુ બીજાને માટે ઉદાર, અનુકંપા ભાવ રાખવો કે પોત પોતાની પરિસ્થિતિ, ભાવના, ક્ષમતા અનુસાર જીવ પ્રવૃત્તિ, પ્રયત્ન કરે છે. એવા વિચાર અને સ્વભાવ રાખવો તેમજ સમભાવ રાખવો એ પરમ ઉચ્ચ મનોદશા છે. સાધક ભલે સામાન્ય હોય કે વિશેષ, પણ મનોદશા તો ઊંચી જ રાખવી જોઇએ. કોઈને માર્ગદર્શન આપવું, સાવધાન કરવા એ ગુણ છે. પરંતુ તેની અવગણના, તિરસ્કાર યા હાંસી કરવી અવગુણ છે. આવશ્યક સૂત્ર પ્રાકથન –સંસાર પ્રવાહમાં પરિભ્રમણ કરતાં પ્રાણીને માનવ દેહ પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે. આવા માનવદેહને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ ફળ છે– વ્રત પ્રત્યાખ્યાન ધારણ કરવા. કહ્યું પણ છે કે-(દેહસ્ય સારું વ્રત ધારણં ચ). દેહનો સાર વ્રત ધારણ કરવામાં છે. વ્રત ધારણ ક્ય પછી તેનું શુદ્ધ રૂપે પાલન અને આરાધન કરવું તે પણ સાધકનું પરમ કર્તવ્ય બની જાય છે. જીવનની સામાન્ય-વિશેષ વિવિધ પરિસ્થિતિઓમાં સૂક્ષ્મ કે સ્થળ અતિચાર પણ જાણતાં-અજાણતાં લાગતા રહે છે, તેની શુદ્ધિ માટે પ્રતિક્રમણ કરવું આવશ્યક બને છે. પ્રતિક્રમણ માટે અવલંબનભૂત આગમ આવશ્યક સૂત્ર છે. નામકરણ :– અનુયોગ દ્વાર સૂત્રમાં શ્રાવક અને સાધુઓ બંનેને માટે ઉભય કાલ અવશ્ય કરવાનું કહેલ હોવાથી તેનું આવશ્યક સૂત્ર નામ સાર્થક છે. આગમોમાં સ્થાન – પ્રતિક્રમણ કરવું એ સર્વ સાધુઓ અને શ્રાવકોનો મુખ્ય આચાર હોવાથી આ આવશ્યક સૂત્રનું અંગ આગમ અને અંગબાહ્ય આગમથી અલગ જ મહત્ત્વ શાસ્ત્રોમાં નિર્દિષ્ટ છે. જ્યાં સાધુઓના શાસ્ત્ર અધ્યયનની જાણકારી આપવામાં આવેલ છે ત્યાં અંગશાસ્ત્રોથી પણ આ આવશ્યકસૂત્રના અધ્યયનનો નિર્દેશ પહેલાં અલગ કરવામાં આવેલ છે. નંદીસૂત્રમાં અંગબાહ્ય Page #162 -------------------------------------------------------------------------- ________________ આગમસાર-પૂર્વાર્ધ 162 આગમોમાં આવશ્યકને પ્રથમ કહેવામાં આવેલ છે, ત્યાર પછી બધાં જ અંગબાહ્ય આગમોને બે વિભાગમાં એક સાથે કહેવામાં આવેલ છે. આ રીતે આવશ્યક સૂત્રનું બધા આગમોથી એક વિશેષ અને અલગ એવું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેને કંઠસ્થ કરવું એ પ્રત્યેક સાધુ અને શ્રાવક માટે આવશ્યક બને છે. વિશેષતા:- સમસ્ત જૈન આગમ યા તો કાલિક હોય છે અથવા ઉત્કાલિક હોય છે અને તેના ઉચ્ચારણ માટે કાલ–અકાલ બંને હોય છે. તે સૂત્રનું ૩૨(૩૪) અસ્વાધ્યાયના સમયે ઉચ્ચારણ કરવામાં આવતું નથી, પરંતુ આવશ્યક સૂત્રને કાલ–અકાલ હોતો નથી, મતલબ કે ગમે ત્યારે આ સૂત્રનું ઉચ્ચારણ કરી શકાય છે. ૩૨(૩૪) અસ્વાધ્યાયના સમયે તેનું ઉચ્ચારણ કરવું પણ નિષેધ મનાતું નથી. બલ્બ અસ્વાધ્યાયના સમય એવા સવારના અને સાંજના સંધીકાલમાં જ આ સૂત્રથી આધારિત પ્રતિક્રમણ કરવાનો વિશિષ્ટ સમય આગમ, ઉત્તરાધ્યયન અને અનુયોગદ્વાર સૂત્રમાં સૂચિત્ત કરવામાં આવેલ છે. તેનો સાર એક જ છે કે આ આગમના ઉચ્ચારણમાં શુચિ, અશુચિ, સમય, અસમય આદિ કોઈ પણ બાધાજનક બનતા નથી. રચના અને રચનાકાર: આવશ્યક સૂત્રની રચના ગણધર ભગવંત કરે છે. દરેક તીર્થકરોના શાસનના પ્રારંભમાં જ આ સૂત્રની રચના કરવામાં આવે છે, કારણ કે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા રૂપી તીર્થ સ્થાપનાથી તીર્થંકરના શાસનનો પ્રારંભ થાય છે અને સાધુ-સાધ્વી માટે પ્રતિક્રમણ કરવું ઉભયકાલ આવશ્યક છે, પ્રતિક્રમણ આવશ્યક સૂત્રના આધારે જ કરવામાં આવે છે. માટે આ સૂત્ર ગણધર રચિત્ત આગમ છે. તેમાં વિભાગરૂપ છ અધ્યાય છે, જેને છ આવશ્યક કહ્યા છે. છ આવશ્યકોમાં ક્રમશઃ કુલ ૧ + 1 + ૧ +૯+ + ૧૦ ઊ ૨૩ તથા આદિ મંગલ અને અંતિમ મંગલનો પાઠ મળી કુલ ૨૩ + ૨ ઊ ૨૫ પાઠ છે, જેનું પરિમાણ(માપ) ૧૨૫ શ્લોકનું માનવામાં આવે છે. ક્યાંક ૧૦૦ કે ૨૦૦ શ્લોકનું પરિમાણ પણ કહેવામાં આવે છે. પરિક્ષણ કરતાં ૧૨૫ની સંખ્યા આદરણીય જણાય છે. ઘણાં લોકો પ્રતિક્રમણ સૂત્ર(વિધિ સહિત)ને જ આવશ્યક સૂત્ર માની બેસે છે, પરંતુ આવશ્યક સૂત્ર ૧૨૫ શ્લોક પ્રમાણ આજે પણ સ્વતંત્ર છે. જે લાડનું, મુંબઈના સંસ્કરણમાં જોઈ શકાય છે. જેમાં કેવળ અર્ધમાગધી ભાષાના જ પાઠ છે. જ્યારે એ આવશ્યક સૂત્રના આધારે પ્રચલિત પ્રતિક્રમણ સૂત્રમાં અન્ય શાસ્ત્રોના ઉદ્ધરિત મૂળ પાઠ પણ છે, અન્ય નવા રચિત્ત મૂળ પાઠ પણ છે, સાથેસાથે હિન્દી, ગુજરાતીના કે મિશ્રિત ભાષાના ઘણા પાઠો, દોહરા, સવૈયા, સ્તુતિ આદિ પણ સમાવિષ્ટ છે. આવશ્યક સૂત્ર મૂલ શાસ્ત્રમાં કેવળ સાધુને ઉપયોગી પાઠો જ છ અધ્યાયમાં ઉપલબ્ધ થાય છે. શ્રાવક પ્રતિક્રમણના અન્યાન્ય પાઠોનું સંકલન નિર્યુક્તિ, ભાષ્ય, ટીકામાં આવશ્યક સૂત્રના અંતમાં ચૂલિકારૂપે આપવામાં આવેલ છે. અનુયોગદ્વાર સૂત્રમાં શ્રાવકને પણ પ્રતિક્રમણ કરવાનું આવશ્યક કહેવામાં આવેલ છે. આ પ્રકારે આવશ્યક સૂત્ર પ્રક્ષેપો રહિત, શુદ્ધરૂપે આજે પણ ઉપલબ્ધ છે. પ્રક્ષેપ વૃદ્ધિ આદિ સર્વ સ્વતંત્ર પ્રતિક્રમણ સૂત્રોમાં થાય છે. તે સ્વતંત્ર વિધિ સૂત્ર છે જે આવશ્યકના આધારે તૈયાર કરવામાં આવેલ છે. પ્રતિક્રમણ સૂત્રની જેમ સામાયિક સૂત્ર પણ સમાજમાં પ્રચલિત છે, તેમાં પણ આવશ્યક સૂત્રના અન્યોન્ય અધ્યાયોમાં આવેલ પાઠોનું તેમજ અન્ય સૂત્રમાંથી લીધેલા પાઠોનું તેમજ નવા રચેલા પાઠોનું સંકલન કરવામાં આવેલ છે. આ સંકલિત સામાયિક સૂત્રના આધારે સામાયિક વ્રત લેવાની અને પારવાની પૂર્ણ વિધિ કરવામાં આવે છે. આવશ્યક સૂત્રનો સારાંશ નમસ્કાર મંત્ર પ્રારંભિક મંગલ :(૧) જગતમાં અધ્યાત્મ દષ્ટિએ વંદન કરવા યોગ્ય, નમસ્કાર કરવા યોગ્ય, ગુણ સંપન્ન આત્માઓને પાંચ પદોથી વંદન કરવામાં આવે છે. (૨) આ પાંચ પદો ઉપરાંત માતા, પિતા, જ્યેષ્ઠ ઉમરની વ્યક્તિ, વિદ્યાગુરુ આદિ પણ લૌકિક દૃષ્ટિએ વંદનીય હોય છે. તેમનો સમાવેશ આ પાંચ પદોમાં નથી. (૩) આ પાંચ પદો સિવાય, અધ્યાત્મ દષ્ટિએ બીજા કોઈ પણ પદો વંદનીય- નમસ્કરણીય હોતા નથી. (૪) આ પાંચ પદોમાં અધ્યાત્મ ગુણ સંપન્ન દરેક આત્માઓનું અપેક્ષાથી વિભાજન કરવામાં આવેલ છે. (૫) આ પાંચ પદોના ઉચ્ચારણથી એ પણ સ્પષ્ટ થાય છે કે ગુણ સંપન આત્માઓ વંદનીય હોય છે પરંતુ કેવળ ગુણોને વંદનીય ન કહી શકાય. (૬) સ્વતંત્ર જ્ઞાન-દર્શન આદિ પણ નમસ્કરણીય નથી, તેમજ કોઈ ફોટો, પણ વાસ્તવમાં વંદનીય, નમસ્કરણીય હોતો નથી, પરંતુ આવા જ્ઞાન અને ગુણ સંપન્ન આત્માઓ અધ્યાત્મ દષ્ટિએ વંદનીય નમસ્કરણીય છે. (૭) આ નમસ્કરણીય આત્માઓ પાંચ પદોમાં આ પ્રકારે કહેવામાં આવેલ છે(૧) અરિહંત : તીર્થકર ભગવાન તથા કેવલી ભગવાન જે કેવળજ્ઞાન-કેવળદર્શન ધારણ કરી, મનુષ્ય શરીરમાં મનુષ્યલોકમાં વિચરણ કરી રહ્યા હોય તે અરિહંત ભગવાન છે. તેમને આ પ્રથમ પદમાં નમસ્કાર કરવામાં આવેલ છે. સંપૂર્ણ મનુષ્ય લોકમાં એક સાથે તીર્થકર ઓછામાં ઓછા ૨૦ અને વધુમાં વધુ ૧૭૦ હોઈ શકે છે. તથા જઘન્ય ૨ કરોડ કેવલી અને ઉત્કૃષ્ટ નવ કરોડ કેવલી ભગવાન હોય છે. (૨) સિદ્ધઃ આઠ કર્મોથી રહિત, મનુષ્ય દેહને છોડીને જેઓ મુક્ત થઈ ગયા છે, પરમાત્મ પદને પ્રાપ્ત કરી ચૂકેલ છે, તે બધા જ અનંત આત્માઓ સિદ્ધ ભગવાન છે, તેમને આ બીજા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. તેમાં પંદર ભેદે બધા પ્રકારના સિદ્ધોનો સમાવેશ છે. પ્રથમ પદવાળા અરિહંત પણ આ બધા જ સિદ્ધોને નમસ્કાર કરે છે, કારણ કે સિદ્ધ ભગવંત, અરિહંત ભગવાનથી અધ્યાત્મ ગુણોમાં મહાન હોય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ jainology | આગમસાર સિદ્ધોના ગુણો મહાન હોવા છતાં પણ લોકમાં ધર્મ પ્રવર્તનની અપેક્ષાએ, તીર્થ સ્થાપનાની અપેક્ષાએ અરિહંત ભગવાન અતિ નિકટ ઉપકારી હોવાથી તેમને પ્રથમ પદમાં રાખવામાં આવેલ છે. 163 (૩) આચાર્ય : જિનશાસનમાં સાધુ–સાધ્વીજીઓના અનુશાસ્તા, સંઘ શિરોમણી, ગુણ સંપન્ન, પ્રતિભાવંત, મહાશ્રમણને આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. તે પોતાના નિશ્રાગત(અધીનસ્થ) સાધુ–સાધ્વીના સંયમ ગુણોના સાચા સંરક્ષક હોય છે. તેમને આ ત્રીજા પદમાં નમસ્કાર કરવામાં આવેલ છે. (૪) ઉપાધ્યાય : સંઘમાં અધ્યાપન સુવિધા તેમજ વ્યવસ્થા માટે, શિષ્યોને યથાક્રમે આગમ અઘ્યયન કરાવવા, આચાર્યના સહયોગી ઉપાધ્યાય નિયુક્ત કરવામાં આવે છે. જેઓ સ્વયં આગમોના ગહન અધ્યેતા(અભ્યાસી) ગીતાર્થ-બહુશ્રુત હોય છે,પોતાના જીવનમાં તે જ્ઞાનને આત્મસાત કરેલા હોય છે અને આચાર્ય દ્વારા પોતાની પાસે નિયુક્ત શિષ્યોને કુશળતાથી યોગ્યતા અનુસાર અધ્યયન કરાવે છે. જિન શાસનમાં આગમજ્ઞાનની પરંપરાને પ્રવાહિત કરવા– વાળા આવા મહાજ્ઞાની સાધુઓને ચોથા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. (૫) સાધુ–સાધ્વી : અધ્યાત્મ સાધનામાં ૧૮ પાપોનો ત્યાગ કરી ધર્મની સમ્યક આરાધના કરનારા, પાંચ મહાવ્રતોનું પરિપૂર્ણ પાલન કરનારાને સાધુ–સાધ્વી કહેવામાં આવે છે. આ સાધુ–સાધ્વી સામાન્ય તેમજ વિશેષ અનેક શ્રેણીવાળા હોઈ શકે છે. અલ્પશ્રુત અને બહુશ્રુત અથવા મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની આદિ બધા જ સાધુઓને આ પાંચમા પદમાં નમસ્કાર કરવામાં આવે છે. અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય આ ત્રણે પદોવાળા પણ સૌ પ્રથમ પાંચમા પદમાં જ પ્રવેશ કરે છે પરંતુ ત્યારપછી પોતાની યોગ્યતા અને કાર્યક્ષમતાથી અરિહંત આદિ પદોને પ્રાપ્ત કરે છે. (૮) આ પાંચ નમસ્કરણીય પદોને મન, વચન, કાયા દ્વારા નમસ્કાર કરવાથી પાપોનો એટલે પાપ કર્મોનો નાશ થાય છે અર્થાત્ અનેક કર્મોની નિર્જરા થાય છે. આ પાંચ પદોને કરવામાં આવેલ નમસ્કાર અલૌકિક મંગલ સ્વરૂપ થાય છે, અર્થાત્ લૌકિક રીતે જે અનેક મંગલ માનવામાં આવે છે, તે સર્વ મંગલોમાં આ નમસ્કારરૂપ મંગલ સર્વોચ્ચ મંગલ સ્વરૂપ છે. તેથી દરેક મંગલની આવશ્યકતાના સ્થાને આ પાંચ પદોને નમસ્કાર કરવા યોગ્ય ગણાય છે. (૯) આ પ્રકારે આ પંચ પરમેષ્ઠિ નમસ્કાર મંત્ર સમસ્ત અધ્યાત્મગુણ સંપન્ન આત્માઓનો અર્થાત્ નમસ્કરણીઓનું સંકલન સૂત્ર છે (૧૦) આ મહામંત્રમાં કોઈ પણ વ્યક્તિનું નામાંકન કરવામાં આવેલ નથી, એ જ આ મંત્રની વિશાળતાનું દ્યોતક છે. અર્થાત્ ઉપર્યુક્ત ગુણ સંપન્ન સમસ્ત અરિહંતોને, સમસ્ત સિદ્ધોને, સમસ્ત આચાર્યોને, સમસ્ત ઉપાધ્યાયોને તથા સમસ્ત સાધુ–સાધ્વીઓને આ નમસ્કાર મંત્રમાં વંદન નમસ્કાર કરવામાં આવે છે. પ્રથમ આવશ્યક(અધ્યયન) સામાયિક સૂત્ર : : (૧) આ સૂત્ર સામાયિક ગ્રહણ કરવાનું પ્રતિજ્ઞાસૂત્ર છે. સામાયિકમાં સાવધ યોગોનો ત્યાગ કરવામાં આવે છે. (૨) સાવધ યોગનો અર્થ થાય છે કે બધા જ પ્રકારના, કુલ ૧૮ પ્રકારના પાપકાર્યો. આ ૧૮ પ્રકારના પાપોનો યાવજ્જીવન ત્યાગ કરવાથી આજીવન સામાયિક થાય છે, આથી યાવજ્જીવનની સામાયિકને ગ્રહણ કરનારને સાધુ કહેવામાં આવે છે. એક મુહૂર્ત માટે આ અઢારપાપોનો ત્યાગ કરવાથી શ્રાવકની સામાયિક થાય છે. (૩) આ પાપોના ત્યાગની સાથે સામાયિકમાં વધુમાં વધુ સમભાવની પ્રાપ્તિ થવી એ પણ 'સામાયિક' શબ્દનો સાચો તાત્પર્ય અર્થ છે. (૪) સાધુઓની આવી આજીવન સામાયિકમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી પાપ કાર્યોનો ત્યાગ હોય છે. (૫) પાપ કરવું નહિ, કરાવવું નહિ અને પાપ કર્મ કરવાવાળાને અનુમોદન ન આપવું તેને ત્રણ કરણનો ત્યાગ કહેવામાં આવે છે. (૬) મનથી, વચનથી, શરીરથી આ ત્રણેયથી પાપ કાર્ય ન કરવું, તેને ત્રણ યોગથી પાપ કાર્યનો ત્યાગ કહેવામાં આવે છે. (૭) આ પ્રકારે આ સામાયિક પ્રતિજ્ઞાસૂત્રથી સામાયિક ગ્રહણ કરનાર, અઢાર પાપોને મન, વચન તથા કાયાથી કરતા નથી. બીજાઓને આ પાપ કાર્યો કરવાની પ્રેરણા કે આદેશ પણ આપતા નથી અને પાપ કાર્યો કરવાવાળાની પ્રશંસા કરતા નથી, તેમના કૃત્યોને સારા પણ જાણતા નથી. પાપ કાર્યોથી ઉપાર્જન થયેલ પદાર્થોની પણ પ્રશંસા કરતા નથી. (૮) તે અઢાર પાપ આ પ્રમાણે છે– ૧. હિંસા ૨. જૂઠ ૩. ચોરી ૪. કુશીલ ૫. પરિગ્રહ–ધનસંગ્રહ ૬. ગુસ્સો ૭. ઘમંડ ૮. કપટ ૯. લાલચ-તૃષ્ણા ૧૦. રાગ ૧૧. દ્વેષ ૧૨. કલેશ–ઝઘડા ૧૩. કલંક લગાડવું ૧૪. ચુગલી ૧૫. પરનિંદા ૧૬. હર્ષ-શોક ૧૭. ધોખો–ઠગાઈ અથવા કપટ યુક્ત જૂઠ ૧૮. અસત્ય સમજ, ખોટી માન્યતા, ખોટા સિદ્ધાંતોની માન્યતા–પ્રરૂપણા. એક મુહૂર્તની કે આજીવન સામયિક ગ્રહણ કરનાર, પોતાની તે સામાયિક અવસ્થા દરમ્યાન હિંસાદિ પાપ કે ગુસ્સો, ઘમંડ, નિંદા, વિકથા, રાગ–દ્વેષ અથવા ક્લેશ, કદાગ્રહ આદિ કદાપિ કરી શકતા નથી. તે વિચારોથી પરમ શાંત અને પવિત્ર હૃદયી બની હંમેશા પોતાની જાતને આવા પાપોના ત્યાગમાં સાવધાન રાખે છે. ત્યારે જ તે સામાયિકવાન સાધુ અને સામાયિકવ્રતવાળા શ્રમણોપાસક (શ્રાવક) કહેવામાં આવે છે. બીજો આવશ્યક(અધ્યયન) ચોવીસ જિન સ્તુતિ સૂત્ર : (૧) આ સૂત્ર ‘લોગસ્સ’ શબ્દથી શરૂ થાય છે, તેથી તેનું પ્રસિદ્ધ નામ ‘લોગસ્સનો પાઠ’ છે. ગ્રંથોમાં તેને ‘ઉત્કીર્તન’ નામથી કહેલ છે. કારણ કે તેમાં તીર્થંકર ભગવંતોના ગુણકીર્તન કરવામાં આવેલ છે. આગમમાં આ સૂત્રના ‘જિન સંસ્તવ’ અને ‘ચતુર્વિશતિસ્તવ’ એવા નામ મળે છે. (૨) આ સૂત્રમાં સાત ગાથાઓ છે. પ્રથમ ગાથામાં તીર્થંકર ભગવાનના પરિચયની સાથે તેમના કીર્તનની પ્રતિજ્ઞા છે. ત્યાર પછીની ત્રણ ગાથાઓમાં ચોવીસ તીર્થંકરોને નામની સાથે સન્માનપૂર્વક વંદન કરવામાં આવ્યા છે. અંતિમ ત્રણ ગાથાઓમાં તીર્થંકરોના ગુણ તેમજ મહાતમ્ય(મહત્ત્વ)નું કથન કરેલ છે. અંતમાં ઉપસંહારરૂપે સભક્તિ મોક્ષ પ્રદાન કરવાની પ્રાર્થના પણ કરેલ છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ 164 આગમસાર–પૂર્વાર્ધ (૩) ચોવીસ તીર્થંકર ધર્મ તીર્થની સ્થાપના કરી, લોકમાં ભાવ પ્રકાશ કરાવનારા હોય છે અને સ્વયં સર્વજ્ઞાની, રાગ-દ્વેષ વિજેતા હોય છે. (૪) ૧. આરોગ્ય બોધિ – સમ્યગુજ્ઞાન તેમજ શ્રદ્ધા, ૨. શ્રેષ્ઠ ભાવ સમાધિ અર્થાત્ સમભાવ અને પ્રસન્નતાની ઉપલબ્ધિ, ૩. સિદ્ધિ - મુક્તિ - મોક્ષ અવસ્થા, આ ત્રણ વસ્તુની માંગણી–પ્રાર્થના પ્રભુ પાસે કરેલ છે. આ પ્રાર્થના કેવળ પોતાના આદર્શ ભાવોની અભિવ્યક્તિ માત્ર છે. વાસ્તવમાં સિદ્ધ પ્રભુ કાંઈપણ દેવાવાળા નથી, પરંતુ એવા ભાવ ભક્તિયુક્ત ગુણ કીર્તન દ્વારા સાધક સ્વયં પોતાના કર્મોની નિર્જરા કરી ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરે છે અથવા તેવી શક્તિ પ્રગટ કરી શકે છે. (૫) ચોવીસ તીર્થકરો બધા જ વર્તમાનમાં સિદ્ધ અવસ્થામાં છે, તેથી તેમને સિદ્ધ શબ્દથી સંબોધન કરેલ છે. (૬) તીર્થંકર પ્રભુને ત્રણ ઉપમા આપવામાં આવેલ છે. ૧. ચંદ્રમાથી પણ અતિ નિર્મળ ૨. સૂર્યથી પણ અધિક પ્રકાશ કરવાવાળા ૩. સાગર સમાન અતિ ગંભીર ધૈર્યવાન હોય છે. ત્રીજો આવશ્યક(અધ્યયન) ઉત્કૃષ્ટ ગુરુ વંદન સૂત્ર:(૧) આ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો શબ્દથી શરૂ થાય છે, તેથી તેને "ઇચ્છામિ ખમાસમણોનો પાઠ" પણ કહેવામાં આવે છે. આ સૂત્રથી પ્રતિક્રમણના સમયે ગુરુને પ્રતિક્રમણ યુક્ત વંદન કરવામાં આવે છે. બાકીના સમયે ક્યારેય પણ શાંત મુદ્રામાં સ્થિત પૂ. સાધુ-સાધ્વીજીને તિખુતોના પાઠથી વંદન કરવામાં આવે છે, એવું અનેક આગમોના વર્ણનથી સપ્રમાણ સિદ્ધ છે. ગતિમાન મુદ્રામાં અર્થાત્ ચાલતા જતા સાધુ-સાધ્વીને કેવળ મર્થીએણે વંદામિ' શબ્દનો ઉચ્ચારણ કરતાં થોડા દૂર રહીને જ વંદન કરવામાં આવે છે. (૨) ગુરુના સીમિત અવગ્રહક્ષેત્રમાં પ્રવેશ કરીને આ સૂત્રથી વંદન કરવામાં આવે છે અર્થાત્ અતિ દૂર કે અતિ નિકટથી વંદન કરવામાં આવતાં નથી. (૩) ઉભડક આસનથી બેસી બે વાર આ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવે છે. (૪) ચાર વાર ત્રણ-ત્રણ આવર્તન કરવામાં આવે છે. ચાર વાર મસ્તક ઝુકાવીને વંદન કરવામાં આવે છે. કુલ ૧૨ આવર્તનથી વંદન પૂર્ણ કરવામાં આવે છે. (૫) ગુરુદેવની સંયમ યાત્રાની સુખશાતા પૂછવામાં આવે છે અને પોતાના અપરાધોની અથવા કોઈ પણ પ્રકારના અવિનય, અશાતનાઓની ક્ષમાયાચના કરવામાં આવે છે. મન, વચન અને કાયાથી અથવા ક્રોધ આદિના વશમાં કોઈ પણ ભગવદ આજ્ઞા કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થયું હોય તો તેનું સમુચ્ચય રૂપે પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૬) બાર આવર્તન- ૧. અહો ૨. કાયં ૩. કાય ૪. જત્તાભે પ. જવણિ ઇ.જં ચ ભે; આ છ શબ્દો ઉપર આવર્તન પ્રથમ વારમાં થાય છે અને છ આવર્તન પુનઃ બીજીવારના ઉચ્ચારણમાં કરવામાં આવે છે. તે રીતે કુલ ૧૨ આવર્તન થાય છે. (૭) આવર્તનથી ગુરુદેવની ભક્તિ તેમજ બહુમાન કરવામાં આવે છે. આ ક્રિયા આરતી ઉતારવાની જેમ જ ગુરુની જમણી બાજુથી ડાબી બાજુ તરફ હાથની અંજલિ ફેરવીને કરવામાં આવે છે. આ સૂત્રમાં ગુરુ માટે અત્યધિક બહુમાન સૂચક 'ક્ષમાશ્રમણ' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. [નોધ:- ઘણા લોકો ડાબીથી જમણી તરફ આવર્તન કરવા રૂપ અંજલિ (હથેળી સંપુટ) ફેરવે છે. વંદના ગુરુ પ્રત્યે બહુમાન અને વિનય થી તથા ભાવપૂર્વક કરવાનું લક્ષ્ય હોવું જોઈએ. જેનો ભાવ અર્થ છે તમને કેન્દ્ર સ્થાને સ્થાપી બધી ક્રિયા કરીશ. ડાબેથી કે જમણેથી, ક્યાંયથી પણ પરિક્રમા કરતાં કેન્દ્રસ્થાન એજ રહે છે. મુખ્ય જરુર છે આત્મામાં ભાવોની,વિનયની,અહોભાવની.] ચોથો આવશ્યક(અધ્યયન) અતારિ મંગલ સૂત્ર :(૧)લોકમાં ૧.અરિહંત રસિદ્ધ ૩.સાધુ અને ૪. સર્વજ્ઞો દ્વારા ઉપદિષ્ટ ધર્મ એ ચારેય ઉત્તમ છે, મંગલ સ્વરૂપ છે અને શરણભૂત છે આવેલ પાંચ પદ અહિંયા ત્રણ પદમાં કહેવામાં આવ્યા છે અને એ પાંચ પદોને પ્રાપ્ત કરાવનાર ધર્મને ચોથા પદથી કહ્યું છે. (૩) આ રીતે ધર્મને નમસ્કરણીય વંદનીય પદોમાં એટલે નમસ્કારમંત્રમાં કહેવામાં આવેલ નથી પરંતુ લોકમાં ઉત્તમ, મંગલ અને શરણભૂત પદોમાં એટલે આ પાઠમાં ધર્મને લેવામાં આવેલ છે. (૪) મતલબ કે શરણભૂત તો ધર્મ તથા ધર્મી આત્માઓ બંને હોય છે, પરંતુ નમસ્કરણીય તો ધર્મી આત્માઓ જ હોય છે, ધર્મ નમસ્કરણીય હોતો નથી. (૫) અરિહંત, સિદ્ધ,સાધુ અને સર્વજ્ઞ કથિત ધર્મ સિવાય જે કાંઈપણ લોકમાં ઉત્તમ કે મંગલ અથવા શરણભૂત માનવામાં આવે છે તે લૌકિક દષ્ટિએ કે બાલ દષ્ટિએ હોય છે, પરંતુ તે સર્વે, આધ્યાત્મ દષ્ટિથી વાસ્તવમાં મંગલરૂપ કે શરણભૂત હોતા નથી. (૬) આ સૂત્રને “મંગલપાઠ', “માંગલિક', “મંગલિકઆદિ નામો દ્વારા ઓળખવામાં આવે છે. સમુચ્ચય અતિચાર પ્રતિક્રમણ સૂત્ર :(૧) આ સૂત્રમાં ઈચ્છામિ ઠામિ એ પ્રથમ પદ તેથી તેને ઈચ્છામિ ઠામિનો પાઠ પણ કહેવામાં આવે છે. (ર) આ સૂત્રમાં સંક્ષિપ્તમાં પ્રતિક્રમણ કરવા યોગ્ય સ્થાનોનું સંકેતપૂર્વકનું વર્ણન છે, જેમ કે– (અ) ભગવાનની આજ્ઞા વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃતિ, (બ) અયોગ્ય, અકથ્ય આચરણ, દુર્ગાન, માઠું ચિંતન (ક) જ્ઞાન-દર્શન–ચારિત્રમાં અતિચરણ (ડ) શ્રત જ્ઞાન, સામાયિક, ગુપ્તિ, મહાવ્રત પિંડેષણા તથા બ્રહ્મચર્યની નવ વાડ, દસ શ્રમણધર્મ આદિમાં અતિચરણ (ઈ) કષાય વિજયમાં અને છ કાય રક્ષણમાં અલના. આ પ્રકારે આ પાઠમાં સાધુ ગુણોના અતિચારનું દેવસીય સંક્ષિપ્ત પ્રતિક્રમણ છે. (૩) શ્રાવક પ્રતિક્રમણ સૂત્રની અપેક્ષા આ પાઠમાં મહાવ્રત આદિની જગ્યાએ ૧૨ વ્રતના અતિચારની વિશેષતા છે, શેષ સમાનતા છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ 165 jainology આગમસાર ગમનાગમન પ્રતિક્રમણ સૂત્ર:(૧) આ સૂત્રનો પ્રથમ શબ્દ ઇચ્છાકારેણં હોવાથી તેને ઇચ્છાકારેણંનો પાઠ કહેવામાં આવે છે. માર્ગમાં ચાલવાથી કે બીજી અન્ય શારીરિક ક્રિયાઓ કરવામાં નાના-નાના જીવોની જાણતા-અજાણતા વિરાધના થતી રહે છે, તેનું પ્રતિક્રમણ-શુદ્ધિકરણ આ સૂત્રથી કરવામાં આવે છે. (૨) તે જીવોના આ પ્રકાર છે– ૧. પ્રાણી કીડી, મકોડી, કંથવા આદિ ૨. અનેક પ્રકારના બીજ ૩. લીલું ઘાસ, ફૂગ અન્ય વનસ્પતિ, અંકુરા આદિ ૪. પાણી, જાકળ બિંદુ આદિ ૫. સચિત્ત માટી, નમક આદિ અથવા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય. (૩) જીવ વિરાધનાના પ્રકાર– ૧. તેમની ગતિમાં અવરોધ કરવો ૨. ધૂળ, વસ્ત્ર આદિથી ઢંકાઈ જવું, ઢાંકી દેવા ૩. મસળવા, રગદોળવા ૪. એક જ જગ્યાએ અનેક જીવોને સરકાવીને એકઠા કરવા ૫. ચોટ લગાડવી ૬. પરિતાપ-કષ્ટ આપવું ૭. કિલામના – અધિક કષ્ટ આપવું ૮.ઉપદ્રવિત – ભય પમાડવો ૯. એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા, સ્થાન ભ્રષ્ટ કરવા ૧૦. જીવન રહિત, પ્રાણ રહિત કરવા, મારી નાખવા. આ પ્રકારે આ ક્રમમાં વિશેષવિશેષ જીવ વિરાધનાના બોલ સમજવા જોઇએ. નિદ્રા પ્રતિક્રમણ સૂત્ર:(૧) આ સૂત્રમાં સાધુઓની શયનવિધિમાં થતાં અતિક્રમણોનો નિર્દેશ છે તથા સ્વપ્નાવસ્થા દરમ્યાન સંયમ મર્યાદાનું ઉલ્લંઘન થવાનો નિર્દેશ પણ છે. (૨) શયન દોષ- ૧. વધુ સમય સુધી સૂવું ૨. વારંવાર સૂવું કે દિવસે સૂવું ૩. પથારી પર બેસતાં-સૂતાં, હાથ-પગ આદિ અંગોપાંગોને ફેલાવવા–સંકોચવા આદિ ક્રિયા કરતી વખતે પોજવાનો વિવેક ન રાખવો. ૪. જૂ આદિનો સંઘો થવો ૫. છીંક, બગાસા સંબંધી અયતના થવી ૬. ઉઘમાં બોલવું, દાંત પીસવા ૭. આકુળ- વ્યાકુળ થવું એટલે ઉતાવળથી સૂઈ જવું, શયનવિધિરૂપ કાયોત્સર્ગ આદિ ન કરવા. (૩) સ્વપ્નાવસ્થાના દોષ- ૧. અનેક સંકલ્પ-વિકલ્પોની જંજાળરૂપ સ્વપ્ન જોવું ૨. સ્ત્રી આદિના સંયોગ સંબંધી -સંયમ વિપરીત સ્વપ્ન જોવું અથવા સ્ત્રી વિકાર, દષ્ટિ વિકાર કે મનો વિકાર સંબંધી સ્વપ્ન જોવું ૩. આહાર–પાણી, ખાવા-પીવા સંબંધી સંયમ મર્યાદા વિરુદ્ધ સ્વપ્ન જોવું, જેમ કે રાત્રિએ ખાવું, અકલ્પનીય વસ્તુ લાવવી, ખાવીકે ગૃહસ્થના ઘેર ખાવું, અદત્ત વસ્તુ લાવવી, ખાવી. ઇત્યાદિ શયન, નિદ્રા અને સ્વપ્ન સંબંધી દોષો અતિચારોનું આ સૂત્રથી ચિંતન-સ્મરણ કરી પ્રતિક્રમણ કરવામાં આવે છે. ગોચરી પ્રતિક્રમણ સૂત્ર:(૧) ગાયના ચરવાની ક્રિયા સમાન એક ઘરેથી અલ્પમાત્રામાં આહારાદિ લેવાની પ્રક્રિયાના કારણે તેનું નામ “ગોચરી – ગોચર ચરિયા છે. અનેક ઘરોથી ફરીને આહારાદિ પ્રાપ્ત કરવાના કારણથી તેને ભિક્ષા ચરિયા' કહેવામાં આવે છે. (૨) અહિંસા મહાવ્રત આદિની રક્ષા હેતુ આ ચરિયામાં વિવિધ નિયમોનું પાલન કરવામાં આવે છે. આ નિયમોને ગવેષણા, એષણા આદિ નામોથી ઓળખવામાં આવે છે. આ નિયમોમાં જાણતાં-અજાણતાં કોઈ અતિચરણ થયું હોય, ઉલ્લંઘન થયું હોય તેનું પ્રતિક્રમણ આ સૂત્રથી કરવામાં આવે છે. (૩) એમ તો એષણાના ૪૨ દોષ કહેવામાં આવે છે તેમજ સૂત્રમાં તે સિવાય પણ અનેક દોષોનું કથન છે પરંતુ પ્રસ્તુત સૂત્રમાં સંખ્યા નિર્દેશ ક્ય વગર અનેક દોષોનું સંકલન કરવામાં આવેલ છે. (૪) પ્રતિક્રમણ યોગ્ય કથિત અતિચાર આ મુજબ છે– ૧. ઘરના દ્વારને ખોલવું કે આજ્ઞા વગર ખોલવું ૨. કૂતરા, વાછરડા, બાળકો આદિનું સંઘટ્ટન થઈ જવું કે સ્ત્રી આદિનો સ્પર્શ થઈ જવો ૩. ઈંતેજારીયુક્ત વ્યવસ્થિત જુદા રાખેલ આહારાદિમાંથી લેવું ૪. બલિ કર્મ યોગ્ય યા પૂજાનો આહાર લેવો ૫. ભિક્ષાચર યાચક અથવા શ્રમણો માટેના સ્થાપિત અર્થાત્ તેઓને દેવા માટે જ નક્કી કરેલ આહારમાંથી વહોરવો ૬. નિદોષતામાં શંકા હોય તેવી વસ્તુ લેવી ૭. ભૂલથી સદોષ આહારાદિ લેવા ૮. અયોગ્ય, અનેષણીય આહાર, પાણી, બીજ, લીલોતરી આદિ ખાવા ૯. પશ્ચાત્કર્મ અને પૂર્વ કર્મ દાન દેવાની પહેલા કે પછી હાથ આદિ ધોવાનો દોષ ૧૦. અભિહત– સામે ન દેખાય તેવી જગ્યાએથી લાવીને આપવામાં આવેલ વસ્તુ લેવી ૧૧. પૃથ્વી, પાણી આદિથી લિપ્ત કે સ્પર્શિત વસ્તુ લેવી ૧૨. ઢોળતાં થકા કે ફેંકતા થકા અર્થાત્ ભિક્ષા દેતી વખતે જળ, કણ, બુદ આદિ ઢોળતા થકા ભિક્ષા દેતા હોય તેવી ભિક્ષા લેવી ૧૩. ભિક્ષા દેતી વખતે વચ્ચે-વચ્ચે કંઈક ફેંકવા યોગ્ય વસ્તુને, પદાર્થને ફેંકી દે અને એવું કરતા થકા ભિક્ષા દે તે લેવી અથવા પરઠવા યોગ્ય પદાર્થને ભિક્ષામાં લેવા ૧૪. વિશિષ્ટ ખાદ્ય પદાર્થોને માંગીને કે દીનતા કરીને લેવા અથવા જે પદાર્થ સ્વાભાવિક રીતે જ્યાં સુલભ ન હોય તેવા પદાર્થની યાચના કરવી ૧૫. એષણાના ૪૨ દોષોમાંથી કોઈ દોષથી યુક્ત આહારાદિ લેવાં. (૫) આ દોષો જો અજાણતા લાગે, તો તેની પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે. કોઈ વિશિષ્ટ દોષ(આધાકમી સચેત આદિ)થી યુક્ત આહાર ભૂલથી આવી જાય તો ખબર પડવા છતાં ખાવો એ પણ સ્વતંત્ર દોષ છે. તેથી તેવા આહાર આદિને યોગ્ય સ્થાનમાં પરઠવામાં આવે છે પરંતુ ખાવામાં આવતા નથી. (૨) જાણીને લગાડેલ દોષોનું સ્વતંત્ર પ્રાયશ્ચિત્ત(તપ આદિ) પણ હોય છે. (૭) પ્રતિક્રમણના સમય સિવાય અર્થાતુ ગોચરીએથી આવ્યા પછી પણ આ પાઠનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. સ્વાધ્યાય પ્રતિલેખન–પ્રતિક્રમણ સૂત્ર:(૧) સ્વાધ્યાય સમાપ્તિ તથા પ્રતિલેખન સમાપ્તિ બાદ કાયોત્સર્ગ કરી આ સૂત્ર પર ચિંતન કરી પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૨) દિવસરાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહર, એમ ચારેય પ્રહર સ્વાધ્યાય કરવાનો કાળ છે. તેમાં યથાસમયે સ્વાધ્યાય ન કરવો તેને પણ અહીં અતિચાર દર્શાવેલ છે. આ ચારેય સમયે સાધુ-સાધ્વીજીએ સૂત્રોનો સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ. Page #166 -------------------------------------------------------------------------- ________________ આગમસાર-પૂર્વાર્ધ 166 (૩) સાધુના સંયમ ઉપયોગી જે પણ ઉપકરણ–વસ્ત્ર, પાત્ર, રજોહરણ, પૂંજણી આદિ તથા પુસ્તક, પાના આદિ સકારણ રાખવામાં આવતાં ઉપકરણોની બંને સમય પ્રતિલેખના કરવામાં આવે છે– ૧. સવારે અને ૨. સાંજે અર્થાત્ પ્રથમ પ્રહરમાં અને ચોથા પ્રહરમાં (૪) પ્રતિલેખન જતનાપૂર્વક તથા વિધિપૂર્વક કરવામાં આવે છે, આવું વિધિયુક્ત પ્રતિલેખન સર્વથા ન ક્યું હોય કે અવિધિ, અજતનાથી કરેલ હોય તો તેનું પ્રતિક્રમણ તથા પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. તેમજ સ્વાધ્યાય ન કરવાથી તથા અવિધિએ કે નિષેધ કરેલ સમયે સ્વાધ્યાય કરવાથી પણ પ્રાયશ્ચિત્ત આવે છે. તે જ રીતે પ્રમાર્જન (પૂંજવા સંબંધી) પ્રતિક્રમણ પણ આ સૂત્રથી થાય છે. તેત્રીસ બોલ પ્રતિક્રમણ સૂત્રઃ(૧) સાધુ આચારના અનેક પ્રકીર્ણક વિષયોને અહિંયા ૧ થી ૩૩ સુધીની સંખ્યાના આધારે સંગ્રહ કરેલ છે. (૨) આ બધા જ બોલોમાં કહેવામાં આવેલ આચારના વિધિ નિષેધરૂપ વિષયોમાં કોઈ પ્રકારની સ્કૂલના થઈ હોય, અતિચાર દોષ લાગ્યા હોયતો તેનું ચિંતન-સ્મરણ કરી આ સૂત્રથી પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૩) વિધિરૂપ વિષય- સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, બ્રહ્મચર્યની ૯ વાડ, યતિ ધર્મ, પડિમાઓ શ્રમણની તથા શ્રાવકની, પચ્ચીસ ભાવના, સત્તાવીસ અણગાર ગણ, અઠયાવીસ આચાર પ્રકલ્પ તથા બત્રીસ યોગ સંગ્રહ આદિ. (૪) નિષેધરૂપ વિષય- અસંયમ, દંડ, બંધ, શલ્ય, ગર્વ, વિરાધના, કષાય, સંજ્ઞા, વિકથા, ક્રિયા, કામગુણ, ભય, મદ, ક્રિયાસ્થાન, અબ્રહ્મ, સબળ દોષ, અસમાધિ સ્થાન, પાપ સૂત્ર, મહામોહ બંધ સ્થાન, તેત્રીસ આશાતના. (૫) શેય વિશેય વિવેક રૂપ વિષય- ૬ કાયા, ૬ લેશ્યા, જીવના ચૌદ ભેદ, પરમાધામી, સૂયગડાંગ સૂત્રના અધ્યયનો, જ્ઞાતા સૂત્રના અધ્યયનો, ત્રણ છેદ સૂત્રોના ઉદ્દેશક(અધ્યયન), ૨૨ પરીષહ, ૨૪ દેવતા, ૩૧ ગણ સિદ્ધોના. આ ભેદ તથા અધ્યયન જાણવા યોગ્ય તેમજ વિવેક કરવા યોગ્ય છે. (૬) ઉભય- ચાર ધ્યાનમાં બે ધ્યાન વિધિરૂપ છે, બે ધ્યાન નિષેધરૂપ છે. આ પ્રકારે તેત્રીસ બોલ સુધી સમગ્ર આચારના સંગ્રહિત વિષયોમાં જાણવા યોગ્ય જાણ્યા ન હોય, આચરણ કરવા યોગ્યનું આચરણ ન ક્યું હોય, ત્યાગવા યોગ્યનો ત્યાગ ન કર્યો હોય, વિવેક કરવા યોગ્યનો વિવેક ન ર્યો હોય, સહન કરવા યોગ્યને સહન ન હોય ઈત્યાદિક આપણી વિવિધ ભૂલોનું અને કર્તવ્યોનું જ્ઞાન કરાવનાર આ તેત્રીસ બોલનું સૂત્ર છે. આ બોલોના વિસ્તાર માટે જુઓ પૃષ્ઠ.૨૪૭. નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન, નમન અને પ્રતિક્રમણ સૂત્ર :(૧) આ સૂત્રમાં નિગ્રંથ પ્રવચન એટલે વીતરાગ ધર્મનું મહત્ત્વ બતાવ્યું છે. ૨૪ તીર્થકરોને તથા સમસ્ત શ્રમણ ગુણ યુક્ત મહાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેમજ પોતાની શ્રદ્ધા, સંયમની પ્રતિજ્ઞા તથા પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. (૨) આ વીતરાગ ધર્મ સત્ય, અનુત્તર, શ્રેષ્ઠ, હિતાવહ, મુક્તિદાતા તથા સમસ્ત દુઃખોથી છોડાવનાર છે. આ ધર્મના આચરણ તથા શ્રદ્ધામાં સ્થિત પ્રાણી એક દિવસ અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. (૩) તેથી આ ધર્મની અંતરમનથી સમજપૂર્વક શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરવી જોઈએ તથા લગનીપૂર્વક તેનું પાલન કરવું જોઈએ. હું પણ તેવું કરું છું. (૪) સૂત્રમાં પ્રતિજ્ઞા તેમજ પ્રતિક્રમણ યોગ્ય વર્ણિત સ્થાન- ૧. અસંયમ ત્યાગ-સંયમ ધારણ ૨. અબ્રહ્મચર્ય ત્યાગ–બ્રહ્મચર્ય ધારણ ૩. અકલ્પનીય ત્યાગ- કલ્પનીય આચરણ ૪. અજ્ઞાનત્યાગ-જ્ઞાન ધોરણ–વૃદ્ધિ ૫. અક્રિયા(અનુદ્યમ) ત્યાગ–ક્રિયા (ઉદ્યમ) ધારણ ૬. મિથ્યાત્વ ત્યાગ-સમ્યત્વ ધારણ ૭, અબોધિ ત્યાગ–બોધિ ધારણ ૮. ઉન્માર્ગ ત્યાગ-સન્માર્ગ ગ્રહણ. જે પણ દોષ યાદ હોય કે યાદ ન હોય તે બધાનું પ્રતિક્રમણ કરું છું, તેમાંથી કોઈ પાપોનું પ્રતિક્રમણ પૂર્વ પાઠોના ઉચ્ચારણ ચિંતનમાં ન થઈ શક્યું હોય, તેનું અહિંયા સમુચ્ચયરૂપે પુનઃ પ્રતિક્રમણ આ પાઠથી કરવામાં આવે છે. (૫) શ્રમણગુણ : જતના કરનાર, પાપોથી દૂર રહેનાર, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, ભાવી ફળની ઈચ્છા-આકાંક્ષા ન કરનાર, સુદષ્ટિથી સંપન્ન, કપટ પ્રપંચથી મુક્ત, આવા ગુણ સંપન્ન સાધુ અઢી દ્વીપના પંદર કર્મ ભૂમિ ક્ષેત્રોમાં હોય છે. આ શ્રમણો મુખ્યરૂપે મુખવસ્ત્રિકા, રજોહરણ, પૂંજણી, વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણોને રાખનાર હોય છે, મુખ્ય પાંચ મહાવ્રતોને ધારણ કરનાર હોય છે અને વિશાળ દષ્ટિએ જોતાં અઢાર હજાર શીલ-ગુણોને ધારણ કરવાવાળા નિર્દોષ પરિપૂર્ણ સંયમનું પાલન કરવાવાળા હોય છે. આવા ગુણોના ધારક સાધુને આ સૂત્રથી ભાવપૂર્વક વંદન કરવાની સાથે મસ્તક ઝુકાવીને વંદન પણ કરવામાં આવે છે. સર્વ જીવ ક્ષમાપના પાઠઃ- (ખામેમિ સવ્વ જીવા) (૧) વ્રત શુદ્ધિરૂપ પ્રતિક્રમણની સાથે-સાથે હૃદયની પવિત્રતા, વિશાળતા અને સમભાવોની વૃદ્ધિ હેતુ ક્ષમાપના ભાવની પણ આત્મ ઉન્નતિમાં પરમ આવશ્યકતા છે. તેથી પ્રતિક્રમણ અધ્યાયના સમસ્ત સૂત્રો પછી આ ક્ષમાપના સૂત્ર આપવામાં આવેલ છે. આ સૂત્રનું પાંચમા આવશ્યકના કાયોત્સર્ગ'માં ચિંતન-મનન કરી આત્માને વિશેષ વિશુદ્ધ બનાવી શકાય છે. (૨) આત્માને વિશેષ શુદ્ધ કરવા માટે પૂર્ણ સરળતા અને શાંતિની સાથે, સમસ્ત પ્રાણીઓના અપરાધોને ઉદાર ચિંતન સાથે માફ કરી પોતાના મન-મસ્તિષ્કને તેમના પ્રત્યે પરમ શાંત અને પવિત્ર બનાવી લેવું જોઇએ. (૩) અહંભાવ દૂર કરી પોતાની નાની મોટી દરેક ભૂલોનું સ્મરણ કરી, સ્વીકાર કરી, તેનાથી સંબંધિત આત્માઓની સાથે લઘુતાપૂર્વક(નમ્રતાપુર્વક) ક્ષમા યાચના કરી, તેમના હૃદયને શાંત કરવાનો પોતાનો ઉપક્રમ(પ્રયત્નો કરી લેવો જોઇએ. Page #167 -------------------------------------------------------------------------- ________________ jainology | આગમસાર (૪) આપણી મનોદશા એવી બની જવી જોઇએ કે જગતના સમસ્ત પ્રાણીઓની સાથે મારી મૈત્રી જ છે, કોઈની પણ સાથે અમૈત્રી કે વેર વિરોધ ભાવ નથી. જે પણ કોઈ વેર ભાવ ક્ષણિક બની ગયેલ હોય તેને દૂર કરી ભૂલાવી દેવો જોઇએ અને સમભાવ દ્વારા માનસમાં મૈત્રીભાવ સ્થાપિત કરી દેવો જોઇએ. આ રીતે પ્રસ્તુત પાઠમાં સમસ્ત આત્મ દોષોની આલોચના, નિંદા, ગર્હા, આદિ સમ્યક પ્રકારે કરવાનું સૂચન છે. તેમજ મન, વચન અને કાયાના પ્રતિક્રમણનો ઉપસંહાર કરતાં થકાં અંતમાં ૨૪ તીર્થંકરોને વંદન કરવામાં આવેલ છે. 167 પાંચમો આવશ્યક(અધ્યયન) કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્રઃ (૧) આ સૂત્ર તસ્સ ઉત્તરી કરણેણં શબ્દથી શરૂ થાય છે, તેથી તેને તસ્કઉત્તરીનો પાઠ પણ કહેવામાં આવે છે. પ્રત્યેક કાયોત્સર્ગ પહેલાં આ સૂત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. તેથી આ કાયોત્સર્ગ પ્રતિજ્ઞા સૂત્ર છે. (૨) કાયોત્સર્ગ એક આત્યંતર તપ છે. આત્માને શ્રેષ્ઠ–ઉન્નત બનાવવા માટે, અકૃત્યોના પ્રાયશ્ચિત કરવા માટે, આત્માને વિશુદ્ધ અને દોષ રહિત બનાવવા માટે, આત્મ ચિંતન કરવા માટે તથા પાપ કર્મોનો વિશેષ ક્ષય કરવા માટે કાયોત્સર્ગ કરવામાં આવે છે. આમાં કાયાના સંચારનો ત્યાગ કરવામાં આવે છે, સ્થિર રહેવામાં આવે છે, તો પણ સ્વાભાવિક અનેક કાયિક પ્રક્રિયાઓ અને કાયિકવેગ રોકી શકાતા નથી, તેનો આગાર પણ કાયોત્સર્ગમાં રહે છે. (૩) તે આગાર આ પ્રમાણે છે— ૧. શ્વાસ લેવો ૨. શ્વાસ છોડવો ૩. ખાંસી ૪. છીંક ૫. બગાસું ૬. ઓડકાર ૭. વાયુ નિસર્ગ ૮. ચક્કર આવવા ૯. મૂર્છા આવવી ૧૦. સૂક્ષ્મ અંગ સંચાર ૧૧. સૂક્ષ્મ ખેલ-કફ સંચાર ૧૨. સૂક્ષ્મ દૃષ્ટિ સંચાર. (૪) આવી ઉપરોક્ત શારીરિક આવશ્યક પ્રક્રિયાથી કાયાનો સંચાર થવા છતાં પણ કાર્યોત્સર્ગની મર્યાદાનો ભંગ થતો નથી, કાયોત્સર્ગની વિરાધના થતી નથી. (૫) અન્ય કોઈ પણ આત્મિક ચંચળતા, અસ્થિરતાને કારણે કાયિક સંચાર કરવાથી કાયોત્સર્ગની મર્યાદાનો ભંગ થઈ જાય છે. (૬) કાયોત્સર્ગમાં કાયાને સ્થિર રાખવામાં આવે છે, વચનથી પૂર્ણ મૌન રહેવામાં આવે છે તથા ચિંતન-મનન પણ લક્ષિત વિષયમાં જ કેન્દ્રિત કરવામાં આવે છે અર્થાત્ જે લક્ષ્યથી કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં જ ચિત્તને એકાગ્ર કરવામાં આવે છે. જ્યારે ચિંતનનું કોઈ પણ પ્રકારનું લક્ષ્ય ન હોય ત્યારે શુદ્ધ અર્થાત્ વિકલ્પ કે ચિંતન રહિત, નિર્વિકલ્પ કાયોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં પૂર્ણ યોગ વ્યુત્સર્જન કરવામાં આવે છે. (૭) કાયોત્સર્ગનો વિષય કે સમય પૂર્ણ થવા પર 'નમો અરિહંતાણં' ના પાઠના સ્મરણ સાથે તેને પૂર્ણ કરવામાં આવે છે, સમાપ્ત કરવામાં આવે છે અર્થાત્ કાયોત્સર્ગ પાળવામાં આવે છે. (૮) પ્રતિક્રમણમાં મુખ્ય રૂપે બે કાયોત્સર્ગ હોય છે– ૧. અતિચાર ચિંતન ૨. ત૫ ચિંતન અથવા ક્ષમાપના ચિંતન. ક્ષમાપના ચિંતન– વર્તમાનકાળ સંબંધી(કષાયભાવોથી નિવૃતિ) અતિચાર ચિંતન– ભૂતકાળ સંબંધી તપ ચિંતન – ભવિષ્યકાળ સંબંધી = [નોંધ :– અતિચાર ચિંતનના પાઠો અને ક્ષમાપના ચિંતનનો પાઠ સૂત્રમાં છે પરંતુ તપ ચિંતનનો પાઠ સૂત્રમાં નથી. તેનાં ચિંતન માટે આવશ્યક સૂત્રના પરિશિષ્ટ વિભાગ માં જુઓ.પાના નં ૧૭૪.] છઠ્ઠો આવશ્યક(અધ્યયન) દસ પચ્ચક્ખાણ સૂત્ર : (૧) પ્રતિક્રમણ અને વિશુદ્ધિકરણ પછી તપ રૂપી પ્રાયશ્ચિત્ત સ્વીકારવું એ પણ આત્મા માટે પુષ્ટિકારક થાય છે. તપથી વિશેષ કર્મોની નિર્જરા થાય છે, તેથી આ છઠ્ઠા આવશ્યકમાં ઈત્વરિક(થોડા કાળનું) અનશન તપરૂપ ૧૦ પ્રત્યાખ્યાનના પાઠ કહેવામાં આવેલ છે. તેમાં સંકેત પ્રત્યાખ્યાન પણ છે અને અા(સમય આધારિત ) પ્રત્યાખ્યાન પણ છે. નમસ્કાર સહિતં(નવકારસી) :– પ્રારંભના પ્રથમ પ્રત્યાખ્યાનના પાઠમાં ‘સહિયં’ શબ્દનો પ્રયોગ થયો છે, જે ‘ગંઠી સહિયં’, ‘મુદિ સહિયં’ના પ્રત્યાખ્યાન જેવો છે. તેથી સહિત શબ્દની અપેક્ષાએ આ સંકેત પ્રત્યાખ્યાન થાય છે. સંકેત પ્રત્યાખ્યાનોમાં કાળની નિશ્ચિત મર્યાદા હોતી નથી, તે સંકેતમાં નિર્દિષ્ટ વિધિએ ગમે ત્યારે પૂર્ણ કરી લેવામાં આવે છે. કાળ મર્યાદા ન હોવાથી સંકેત પ્રત્યાખ્યાનોમાં સર્વ સમાધિ પ્રત્યયિક આગાર હોતો નથી, કારણ કે પૂર્ણ સમાધિ ભંગ થવાની અવસ્થા પહેલાં જ સંકેત પચ્ચક્ખાણ ગમે ત્યારે પાળી શકાય છે. તદ્નુસાર નવકારસીના પાઠમાં પણ આ આગાર કહેવામાં આવેલ નથી અને નમસ્કાર સહિતં શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે. તેથી આ અા પ્રત્યાખ્યાન નથી પરંતુ સંકેત પ્રત્યાખ્યાન છે અર્થાત્ તેમાં સમયની કોઈ પણ મર્યાદા હોતી નથી, સૂર્યોદય પછી ગમે ત્યારે નવકાર મંત્ર ગણી આ પ્રત્યાખ્યાન પૂર્ણ કરવામાં આવે છે. બાકી બધા (૯) અન્ના પ્રત્યાખ્યાન છે. નવકારસી પ્રખ્યાખ્યાનમાં ચારેય આહારનો ત્યાગ હોય છે, તેમજ બે આગાર હોય છે, (૧) ભૂલથી ખાઈ લેવાય (૨) અચાનક પોતાની જાતે મોઢામાં ચાલ્યું જાય, છાંટો ઉડે વગેરેથી તો આગાર. [નોંધ :– વર્તમાન પરંપરાઓમાં નવકારસીને અદ્ધાપ્રત્યાખ્યાન માનવામાં આવે છે જેમાં તેનો સમય ૪૮ મિનિટનો નિશ્ચિત કરેલ છે. માટે વર્તમાન રૂઢ પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તે પાઠના પ્રારંભમાં ણમુક્કાર સહિયંના સ્થાને નમુક્કારસીયં બોલવું યોગ્ય થાય છે અને આગાર બેના સ્થળે ત્રણ બોલવા જોઇએ. અર્થાત્ તેમાં સવ્વ સમાહિ વત્તિયાગારેણું આગાર વધારે બોલવું જોઇએ. આ રીતે ૪૮ મિનિટની નવકારસીને પરંપરા સત્ય કે રૂઢ સત્ય સમજી શકાય. આ સૂત્રનું આગમોચિત્ત અને વ્યવહારોચિત્ત નામ છૂટીને રૂઢ નામ પ્રચલિત છે. યથા– (૧) આગમિક નામ નમસ્કાર સહિત (૨) વ્યવહારોચિત્ત નામ ણમુક્કારસી અને (૩) રૂઢનામ– નવકારસી . પોરસી :– દિવસના ચોથાભાગને એક પોરસી કહે છે, સૂર્યોદયથી લઈ પા દિવસ વીતે ત્યાં સુધી ચારેય આહારનો ત્યાગ કરવાને Page #168 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ ‘પોરસી પ્રત્યાખ્યાન’ કહે છે. પોરસી આદિ ૯ પ્રત્યાખ્યાનોમાં હીનાધિક વિવિધ આગાર છે. પૂવાá(પુરિમટ્ટ) :– બે પોરસી. તેમાં સૂર્યોદયથી અડધા દિવસ સુધી ચારેય આહારનો ત્યાગ હોય છે. એકાસણું : :– તેમાં એક સ્થાને બેસી એક વખત ભોજન કરવામાં આવે છે, તે સિવાયના સમયમાં ત્રણેય આહારનો ત્યાગ હોય છે. માત્ર અચેત પાણી લઈ શકાય છે. એક સ્થાન(એકલ ઠાણા) :- તેમાં એક વાર એક સ્થાને ભોજન કરવા સિવાય બાકીના સમયે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, અર્થાત્ આહાર–પાણી એક સાથે જ લેવામાં આવે છે. નીવી ઃ તેમાં એકવાર રૂક્ષ(વિગય રહિત) આહાર કરવામાં આવે છે, પાંચેય વિગયોનો અને મહાવિગયનો ત્યાગ હોય છે. એકવારના ભોજન સિવાય ત્રણેય આહારનો ત્યાગ હોય છે. અચેત પાણી દિવસે પી શકાય છે. ખાદિમ–સ્વાદિમનો આ તપમાં સર્વથા ત્યાગ હોય છે.(નીવી અને આયંબીલમાં આહારનાં સમય સુધી પાણીનો પણ ત્યાગ કરવામાં આવે છે.) 168 આયંબિલ :તેમાં એક વાર ભોજન કરવામાં આવે છે, જેમાં એક જ રૂક્ષ પદાર્થને અચેત પાણીમાં ડુબાડી—ભીંજાવી નીરસ બનાવી ખાઈ તથા પી શકાય છે. અન્ય કાંઈપણ ખાઈ શકાતું નથી. એક વારના ભોજન સિવાય દિવસમાં જરૂરિયાત અનુસાર અચેત પાણી લઈ શકાય છે. (નોંધ : વર્તમાનમાં આયંબીલ ઓળીનાં પ્રચારથી જે ૧૦–૨૦ દ્રવ્યોથી મીઠા મસાલાના ઉપયોગ વાળું આયંબીલ કરાય છે તે પરંપરાથી આયંબીલ કહેવાય છે. તેને આગમ શુધ્ધ આયંબીલ નહિં પણ નીવી કહી શકાય. આગમમાં આયંબીલનાં ઉલ્લેખ સાથે લુખા રુક્ષ પદાર્થને અચિત પાણીમાં પલાડીને નિરસ કરી આહાર કરવાનું વર્ણન આવે છે. વર્તમાન સમયમાં મીઠું[નીમક] solt નું પ્રમાણ શરીરમાં ઓછું થઇ જવાથી કેટલાક વડીલ,સીનીયર સીટીઝનને સારવારની જરુર પડે છે તેથી તેટલા ફેરફારને સમય અનુસાર ગણી શકાય. ) પરંપરાઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણે આગમનો જ્ઞાન અને વિવેક પૂર્વક અર્થ કરવો યોગ્ય ગણાય. તેમાં ધર્મનાં મૂળભૂત સિધ્ધાંતોનો સમનવય પણ હોવો જ જોઇએ.તે સિવાય જે ફકત પૂર્વજોના કરવાથી ચાલી આવતી રીતીઓ હોય, તેને ફકત પરંપરા જ કહી શકાય. આવી પરંપરાઓનાં કારણે અને મુખ્ય તો વ્યકતિગત માનકષાયના કારણે અલગ અલગ સંપ્રદાયો થતા હોય છે. આગમ પ્રમાણના અભાવમાં તથા તે રીતીઓ માટેનાં જ્ઞાન કે વિવેકના અભાવમાં તે સંપ્રદાયો નહિં પણ ફકત ચાલી આવી રહેલી અલગ અલગ પરંપરાઓ અને વ્યકતિગત માનકષાયના કારણે ઉદભવેલા સંગઠનો જ સિધ્ધ થાય છે. ઉપવાસ : તેમાં સૂર્યોદયથી લઈ બીજા દિવસના સૂર્યોદય સુધી ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે. પરંપરાથી દિવસમાં અચેત પાણી પીવાય છે. તેમાં આગલા દિવસે સૂર્યાસ્તથી ચોવિહાર કરવું જોઇએ. આના ત્રેવીહાર(પાણી આગાર ) તથા ચોવિહાર ઉપવાસ એમ બે પ્રકાર છે. દિવસ ચરિમ :– ભોજનપછી ચોથા પ્રહરમાં જ્યારે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, તેને દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાન સૂર્યાસ્ત પહેલાં ગમે ત્યારે લઈ શકાય છે. આ પ્રત્યાખ્યાન હંમેશા કરી શકાય છે અર્થાત્ આહારના દિવસે તથા આયંબિલ, નીવી તેમજ તિવિહાર ઉપવાસમાં પણ આ દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કરી શકાય છે.(રાત્રીભોજન ત્યાગ વાળાનેજ આ પ્રત્યાખ્યાન હોય છે.) તેમાં સૂર્યાસ્ત સુધીનો અવશેષ સમય તેમજ પૂર્ણ રાત્રિનો કાળ નિશ્ચિત હોય છે, તેથી આ પણ અદ્મા પ્રત્યાખ્યાન છે. તેથી આ પ્રત્યાખ્યાન પાઠમાં ‘સર્વ સમાધિ પ્રત્યયિક' આગાર કહેવામાં આવે છે. અભિગ્રહ :– આગમ નિર્દિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી વિશિષ્ટ નિયમ અભિગ્રહ કરવા અને અભિગ્રહ સફળ ન થતાં તપસ્યા કરવી. આવા અભિગ્રહ મનમાં ધારણ કરવામાં આવે છે, પ્રગટ કરવામાં આવતા નથી. સમય પૂર્ણ થયા પછી આવશ્યક હોય તો જ કહેવામાં આવે છે. અભિગ્રહમાં સ્વયં મળવા પર જ લેવાય છે. તેમાં કાંઇ માંગી શકાતું નથી. ગૃહસ્થને કાંઇ કહયા વગર તે સ્વતઃ તેવો આહાર લેવા કહે તો જ લઇ શકાય છે. આ દશ પ્રત્યાખ્યાનોમાંથી કોઈપણ પ્રત્યાખ્યાન કરવાથી આ છઠ્ઠો પ્રત્યાખ્યાન આવશ્યક પૂર્ણ થાય છે. દસ પ્રત્યાખ્યાનના ૧૫ આગારોના અર્થ : આગાર. (૧) અણાભોગ :– પ્રત્યાખ્યાનની વિસ્મૃતિથી અર્થાત્ ભૂલથી અશનાદિ ચાખવા અથવા ખાવા–પીવાનું થઈ જાય (૨) સહસાકાર :– વૃષ્ટિ થવાથી, દહીં આદિ મંથન કરતા, ગાય આદિ દોહતા, મોઢામાં ટીપાં–છાંટા પડી જાય તો આગાર. (૩) પ્રચ્છન્નકાળ :– સઘન વાદળ આદિના કારણે પોરસિ આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તેનો આગાર. (૪) દિશા મોહ • દિશા ભ્રમના કારણે પોરસી આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો તેનો આગાર. -- Page #169 -------------------------------------------------------------------------- ________________ jainology I 169 આગમસાર (૫) સાધુ વચન :– ‘પોરસી આદિનો સમય પૂર્ણ થઈ ગયો' – આ પ્રકારે કોઈ સાધુ (સભ્ય પુરુષ)ના કહેવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો આગાર. (૬) સર્વ સમાધિ પ્રત્યયાગાર :– સંપૂર્ણ સમાધિ ભંગ થઈ જાય અર્થાત્ આકસ્મિક રોગાતંક થઈ જાય તો તેનો આગાર. (૭) મહત્તરાગાર :– ગુરુ આદિની આજ્ઞાનો આગાર. વધેલો આહાર પરઠવો પડે એવી સ્થીતિમાં ગુરુની આજ્ઞા થવાથી . (૮) સાગારિકાગાર :– ગૃહસ્થના આવી જવાથી સાધુને સ્થાન પરિવર્તન કરવાનો આગાર(એકાસણામાં) (૯) આકુંચન પ્રસારણ :- હાથ-પગ આદિ ફેલાવવાનો અથવા સંકુચિત્ત કરવાનો આગાર(એકાસણામાં) (૧૦) ગુર્વભ્યુત્થાન :– ગુરુ આદિના વિનય માટે ઊભા થવાનો આગાર. (૧૧) પારિષ્ઠાપનિકાગાર ઃ– વધેલ આહાર પરઠવો પડે તેમ હોય તો તેને ખાવાનો આગાર.(વિવેક રાખવા છતાં પણ ગોચરીમાં આહાર અધિક આવી જાય, આહાર વાપર્યા પછી પણ શેષ રહી જાય તો ગૃહસ્થ આદિને દેવો કે રાત્રે રાખવો એ સંયમ વિધિ નથી, તેથી એવો આહાર પરઠવા યોગ્ય હોય છે. તે ખાવાનો અનેક પ્રત્યાખ્યાનમાં સાધુને આગાર રહે છે. ગૃહસ્થને આ આગાર હોતો નથી (૧૨) લેપાલેપ :– શાક, ઘી આદિથી લિપ્ત વાસણમાં રાખેલો કે તેવા પદાર્થને સ્પર્શેલો ગૃહસ્થ વહોરાવે, તેનો આગાર. (૧૩) ઉત્સિંપ્ત વિવેક :– રૂક્ષ આહાર ઉપર રાખેલા સુકા ગોળ આદિને ઉઠાવીને દે તો તે લેવાનો આગાર. (૧૪) ગૃહસ્થ સંસૃષ્ટ :– દાતાના હાથે, આંગળી આદિએ લાગેલ ગોળ–ઘી આદિનો લેપ માત્ર રૂક્ષ આહારમાં લાગી જાય તેનો આગાર. (૧૫) પ્રતીત્ય પ્રક્ષિત :- કોઈ કારણો અથવા રિવાજથી કિંચિત્ત અંશ માત્ર વિગય લગાવવામાં આવે તો તેનો આગાર. જેમ કે બાંધેલા લોટ પર ઘી લગાવવામાં આવે છે, પાપડ કરતી વખતે તેલ ચોપડવામાં આવે છે. દૂધ કે દહીંના વાસણ ધોયેલ ધોવણ પાણી ઇત્યાદિ આ પદાર્થોનો નિવીમાં આગાર હોય છે. નોંધઃ। :– ક્યા પ્રત્યાખ્યાનમાં ક્યા ક્યા આગાર છે તે મૂળ પાઠ જોઈને જાણવાનો પ્રયત્ન કરવો, તેની સંખ્યા આ પ્રકારે છે– ક્રમ તપ નામ ૧ નવકારસીમાં પોરસીમાં આગાર ક્રમ | તપ નામ ૬ નિવીમાં ૭ ८ ૯ ૧૦ અભિગ્રહમાં આગાર ૯ ८ આયંબિલમાં ઉપવાસમાં ૫ દિવસ ચરિમમાં ૪ ૪ ૨ ૨ S ૩ પૂર્વાર્ધ—પુરિમઢમાં ૭ ૪ એકાસણામાં ८ ૫ એકલઠાણામાં ૭ સંકેત નવકારશીમાં સર્વસમાધિ પ્રત્યધિક આગાર હોતો નથી, બાકી બધામાં હોય છે. પરિઠાવણિયાગાર પાંચમાં હોય છે, પાંચમાં ન હોય. (૧) એકાસણુ (૨) એકલઠાણુ (૩) નીવી (૪) આયંબિલ (૫) ઉપવાસમાં હોય છે. મહત્તરાગાર બેમાં હોતા નથી—નવકારસી અને પોરસીમાં, બાકીના આઠમાં હોય છે. પ્રતીત્ય પ્રક્ષિત આગાર માત્ર નીવીમાં જ હોય છે. લેપાલેપ, ઉત્સિપ્તવિવેક, ગૃહસ્થ-સંસૃષ્ટ આ ત્રણ આગાર આયંબિલ અને નીવી આ બે પ્રત્યાખ્યાનોમાં જ હોય છે. અણાભોગ અને સહસાગાર આ બે આગાર બધા જ પ્રત્યાખ્યાનોમાં હોય છે. અંતિમ મંગલ – ઉપસંહાર–સિદ્ધ સ્તુતિ સૂત્ર(સ્તવ સ્તુતિ મંગલ સૂત્ર) = (૧) આ સૂત્રમાં પ્રથમ શબ્દ નમોત્થણં છે, આ કારણે આ સૂત્રને ‘નમોત્થણનો પાઠ’ પણ કહેવામાં આવે છે. (૨) શકેન્દ્ર આદિ ઇન્દ્ર દેવલોકમાં પણ તીર્થંકરોને તથા સિદ્ધોને આ સૂત્રથી સ્તુતિ સાથે નમસ્કાર કરે છે. આ કારણે આ સૂત્રનું નામ ‘શક્રસ્તવ’ પણ છે. (૩) આ પાઠમાં કેટલાક સ્તુતિ શબ્દ અરિહંતને માટે લાગુ પડે છે, કેટલાક શબ્દ સિદ્ધોને માટે અને કેટલાક શબ્દ બંનેને માટે છે તથા કેટલાક શબ્દ અપેક્ષાથી બંનેમાં ઘટિત કરવામાં આવે છે. (૪) આ સૂત્રના અંતમાં ઠાણું સંપાવિઉકામાણે પાઠ બોલવાથી સૂત્રોક્ત બધાં જ ગુણો તીર્થંકરોમાં ઘટિત થઈ જાય છે. ઠાણું સંપત્તાણું કહેવાથી થોડાક ગુણ સિદ્ધોમાં ઘટિત થઈ જાય છે, બાકી બધાં ગુણોને અપેક્ષાથી કલ્પિત કરીને સિદ્ધોમાં ઘટિત કરી શકાય છે. અરિહંતાણં, ભગવંતાણંથી શરૂ કરી સર્વજ્ઞ સર્વદર્શી સુધીના બધા ગુણ સ્વાભાવિક રૂપે તીર્થંકર અરિહંત ભગવંતોમાં ઘટિત થાય છે. સાર એ છે કે સિદ્ધોના ગુણ તીર્થંકરોમાં ભાવિનયની અપેક્ષા અને અરિહંતોના ગુણ તીર્થંકર સિદ્ઘોમાં ભૂતનયની અપેક્ષા અધ્યાહાર કરીને સ્વીકાર કરવામાં આવ્યા છે. સ્તુતિગત ગુણ :– ધર્મની આદિ કરવાવાળા, સ્વયં સંબુદ્ધ, પુરુષોત્તમ, ઉત્તમ સિંહ, કમળ તેમજ ગંધ હસ્તિની ઉપમાવાળા, લોકના નાથ, લોકમાં જ્ઞાન પ્રકાશ કરવાવાળા, જીવોને શરણ, બોધિ અને ધર્મ દેવાવાળા, ધર્મના ચક્રવર્તી, વીતરાગી શ્રેષ્ઠ જ્ઞાન દર્શનના ધારક, સર્વશ—સર્વદર્શી, સ્વયં તરવાવાળા અને બીજાને બોધ દઈને તારનાર, અવ્યાબાધ સુખના સ્થાનરૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરેલ અથવા કરનાર ઇત્યાદિ. આ ગુણોનો નિર્દેશ કરવાની સાથે જ સૂત્રના પ્રારંભમાં અને અંતમાં જિનેશ્વર ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ 170 આગમચાર-પૂર્વાર્ધ ગણધર રચિત્ત આવશ્યક સૂત્ર આદિ મંગલ પાઠ નમસ્કાર મંત્રઃપ્રથમ આવશ્યક સામાયિક લેવાનો પાઠઃ (કરેમિ ભંતે! સામાઈયં સવૅ સાવજજં જોગં પચ્ચખામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણું મણેણં વાયાએ કાણું, ન કરેમિ ન કારમિ, કરંત અપિ ન સમણુ જાણામિ; તસ્સ ભંતે! પડિક્નમામિ થિંદામિ ગરિહામિ અપ્પાણે વોસિરામિ.) બીજું આવશ્યક – ચૌવીસ જિન સ્તુતિનો પાઠઃ (લોગસ્સ ઉજજોયગરે,...........................................સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ.) ત્રીજું આવશ્યક – ઉત્કૃષ્ટ ગુરુ વંદનનો પાઠઃ (ઇચ્છામિ ખમાસમણો ................. .......જો મે દેવસિઓ અઈયારો કઓ, તસ્સ ખમાસમણો! પડિમામિ ણિદામિ ગરિહામિ અપ્રાણ વોસિરામિ.) ચોથું આવશ્યક મંગલ પાઠઃ (ચરારિ મંગલ, અરિહંતા મંગલ, ... સમગ્ગય અતિચાર પ્રતિક્રમણનો પાઠઃ(ઈચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ...........દસવિહે સમણધર્મો, સમણાણ જોગાણે જે ખંયિં જં વિરહિય, તસ્સ મિચ્છામિ દુક્કડં.) ગમનાગમન પ્રતિક્રમણનો પાઠઃ(ઇચ્છામિ પડિક્કમિઉ ઈરિયાવહિયાએ. ... જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં.) નિદ્રા પ્રતિક્રમણનો પાઠ:(ઇચછામિ પડિક્કમિઉ પગામસિજજાએ ણિગામસિજજાએ. ... જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડં.) ગોચરી પ્રતિક્રમણનો પાઠ : - (પડિક્કમામિ ગોયરગચરિયાએ..............અપડિયુદ્ધ પરિગ્રહિયં પરિભુતં વા ૪ ણ પરિવિયં જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડં.) સ્વાધ્યાય અને પ્રતિલેખન પ્રતિક્રમણનો પાઠઃ (પડિક્કમામિ ચાલુક્કાલ સજજાયસ્સ અકરણયાએ .... જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડં.) તેત્રીસ બોલ પ્રતિક્રમણનો પાઠઃ (પડિક્કમામિ એગવિહે અસંજમે; ”સઝાઈએ ન સઝાઇમં, તસ્સ મિચ્છામિ દુક્કડં.) નિર્ચન્જ પ્રવચન શ્રદ્ધાન નમન પ્રતિક્રમણનો પાઠઃ(નમો ચઉવીસાએ તિસ્થયરાણે. તે સર્વે સિરસા મણસા મત્યએણે વંદામિ.) સર્વ જીવ ક્ષમાપનાનો પાઠઃ (ખામેમિ સવ્વ જીવા, .............................................વંદામિ જિણ ચઉવ્વીસ) પાંચમં આવશ્યક – કાયોત્સર્ગ પ્રતિજ્ઞા પાઠઃ (તસ્ય–ઉત્તરી-કરણેણં,. ................ .... ઠાણેણં મોણેણં જાણેણં, અપ્પાણ વોસિરામિ.) છછું આવશ્યક પ્રત્યાખ્યાનના દસ પાઠો :[નવકારસી] ઉગ્ગએ સૂરે નમુક્કારસહિયં પચ્ચક્ઝામિ, ચઉવ્વિહં પિ આહારં– અસણં, પાછું, ખાઇમં સાઇમ, અષ્ણત્થણાભોગેણે સહસાગારેણં, વોસિરામિ. [પોરસી] ઉગ્ગએ સૂરે પોરિસી પચ્ચક્ઝામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઇમં, સાઇમં; અણત્થણાભોગેણં, સહસાગારેણં પચ્છન્નકાલેણં, દિસામોહેણ સાહવયણેણં, સવ્વસમાહિ–વત્તિયાગારેણં વોસિરામિ. [બે પોરસી] ઉગ્ગએ સૂરે પુરિમä પચ્ચક્ઝામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાછું ખાઇમં, સાઇમં ૧ અષ્ણત્થણાભોગેણં, ૨ સહસાગારેણં ૩ પચ્છષ્ણકાલેણં, ૪ દિસામોહેણું પ સહુવયણેણં, મહત્તરાગારેણં ૭ સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરામિ. એકાસન] એગાસણ પચ્ચક્ઝામિ, તિવિહં પિ આહાર અસણં, ખાઇમં સાઇમં . ૧ અણત્થણાભોગેણં, ૨ સહસાગારેણં ૩ સાગારિયાગારેણં ૪ આઉટણપસારણેણં ૫. ગુરુઅભુટ્ટાણેણં ૬ પારિઠ્ઠાવણિયાગારેણં, ૭ મહત્તરાગારેણં, ૮ સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરામિ. [એકસ્થાન–એકલઠાણા] એક્કાસણે એગટ્ટાણે પચ્ચક્ઝામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઇમં, સાઇમં . ૧ અષ્ણત્થણાભોગેણં, ૨ સહસાગારેણં, ૩ સાગારિયાગારેણ ૪ ગુરુઅદ્ભુટ્ટાણેણં ૫. પરિઠ્ઠાવણિયાગારેણં, ૬ મહત્તરાગારેણં, ૭ સવ્વસમાહિ–વત્તિયાગારેણં વોસિરામિ. [નવી] વિગઈઓ પચ્ચક્ઝામિ ૧ અષ્ણત્થણાભોગેણં, ૨ સહસાગારેણં ૩ લેવાલેવેણં, ૪ ગિહત્નસંસણં, ૫. ઉષ્મિત્તવિવેગેણં, ૬ પડુચ્ચમક્તિએણે, ૭ પારિફાવણિયાગારેણં, ૮ મહત્તરાગારેણં ૯ સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરામિ. Page #171 -------------------------------------------------------------------------- ________________ 111 jainology આગમસાર આિયંબિલ આયંબિલ પચ્ચક્ઝામિ, ૧ અણત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ લેવાલેવેણ ૪ ઉમ્મિત્તવિવેગેણં ૫. ગિહિત્યસંસર્ણ ૬ પારિઠ્ઠાવણિયાગારેણં, ૭ મહત્તરાગારેણં ૮ સવ્વસમાહિ–વત્તિયાગારેણં વોસિરામિ. [ઉપવાસ] ઉગ્ગએ સૂરે, અભgછું પચ્ચક્ઝામિ, ચઉવિહં પિ આહારં અસણં, પાછું, ખાઇમં, સાઇમ; ૧ અષ્ણત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ પારિફાવણિયાગારેણં ૪ મહત્તરાગારેણં ૫. સવ્વસમાહિ-વત્તિયાગારેણં વોસિરામિ. દિવસ ચરિમ] દિવસચરિમં પચ્ચખામિ, ચઉવિહં પિ આહાર અસણં, પાછું, ખાઇમં, સાઇમ; ૧ અણત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ મહત્તરાગારેણં ૪ સવ્વસમાહિ-વત્તિયાગારેણે વોસિરામિ. [અભિગ્રહ] અભિગ્રહ પચ્ચક્ઝામિ, ચઉવ્યિાં પિ આહાર અસણં પાણં, ખાઇમં, સાઇમ; ૧ અષ્ણત્થણાભોગેણં, ૨. સહસાગારેણું ૩ મહત્તરાગારેણં ૪ સવ્વસમાહિ- વત્તિયાગારેણ વોસિરામિ. ઉપસંહાર: અંતિમ મંગલ સિદ્ધ સ્તુતિ પાઠ(સ્તવ સ્તુતિ મંગલ પાઠ):(નમોત્થણે અરિહંતાણં ભગવંતાણં . ઠાણું સંપત્તાણં નમો જિણાણે જિયભયાણ .). સૂત્ર સિવાયના પ્રચલિત ગુજરાતી પાઠો (૧) છ કાયા (૬) ચૌદ સંમૂર્છાિમ (૧૧) પ્રત્યાખ્યાન (૨) પાંચ મહાવ્રત (૭) પચ્ચીસ મિથ્યાત્વ (૧૨) પ્રતિક્રમણ શુદ્ધિ (૩) રાત્રિ ભોજન (૮) ક્ષમાપના પાઠ (૧૩) અઢાર પાપ (૪) સમિતિ ગુપ્તિ (૯) કાયોત્સર્ગ આજ્ઞા (૧૪) જ્ઞાનના અતિચાર (૫) સંલેખના-સંથારા (૧૦) તપ ચિંતન (૧૫) દર્શનના અતિચાર અતિચાર ચિંતન વિધિ [ પ્રથમ આવશ્યકમાં] અતિચાર ચિંતનની બે પ્રકારની વિધિ છે. જેમ કે- (૧) દિનચર્યા ચિંતન વિધિ (૨) છ કાય, મહાવ્રત, સમિતિ ગુપ્તિના સ્વરૂપને આધારે અતિચાર ચિંતન વિધિ. (૧) સવારે સૂર્યોદય પછી મુહપત્તિ પ્રતિલેખનથી લઈને જે કાંઈ દૈનિક કાર્ય, વચન પ્રયોગ વગેરે ક્ય હોય, તેનું ક્રમથી સ્મરણ કરતાં કરતાં વિચારવું કે તેમાં ક્યાંય કોઈપણ સંયમ કલ્પવિધિમાં અતિચાર દોષ લાગ્યો નથી ને? કોઈ અવિધિ તો થઈ નથી ને? આમ ક્રમશ સાંજનું પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાંના બધા કાર્યક્રમોમાં ઉપયોગ લગાવીને અનુપ્રેક્ષણ કરવું,આ દિનચર્યા ચિંતન વિધિ છે (૨) છ કાય, પાંચ મહાવ્રત સ્વરૂપ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એમ જ્ઞાન દર્શન, ચારિત્ર તપના સ્વરૂપના આધારે અનુપ્રેક્ષણ કરવું કે આ સંયમના મુખ્ય નિયમ, ઉપનિયમોમાં કાંઈ અલના તો થઈ નથી ને? નોંધ:- આ બંને ચિંતન વિધિનો નિર્દેશ આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય ટીકામાં ઉપલબ્ધ છે. આ ચિંતન પ્રવૃત્તિઓ ભાવાત્મક રૂપથી પરંપરામાં ચાલવાથી તત્સંબંધી સ્વતંત્ર કોઈ પણ મૂળપાઠ આવશ્યક સૂત્રમાં નથી પરંતુ તેનો વિધિ રૂપ સંકેત ઉત્તરાધ્યયન સત્ર આદિમાં છે. આજકાલ ચિંતન વિધિ પ્રાયઃ લોપ જ થઈ રહી છે. કેવળ પરંપરાથી પ્રાપ્ત પાઠનું પુનરાવર્તન માત્ર કાઉસ્સગ્નમાં કરી લેવામાં આવે છે અને આત્મ- નિરીક્ષણ, અવલોકન, તેમજ ભાવાત્મક ચિંતનનું લક્ષ્ય ગૌણ થઈ ગયું છે. આત્માર્થી સાધકોએ આ વિષયમાં અવશ્ય સુધારો કરવો જોઇએ. બીજા પ્રકારે ચિંતન વિધિ માટે પાઠ આ રીતે છે. છ કાયનો પાઠ:પૃથ્વીકાય:- રસ્તામાં વિખરાયેલી સચિત્ત માટી, મુરડ, રેતી, બજરી, કાંકરી પથ્થરના ટુકડા અથવા ચૂરો, પત્થરના કોલસા અથવા ચૂરો, મીઠાં આદિ પૃથ્વીકાયના જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. અષ્કાય:- ઘરમાં ઢોળાયેલું પાણી, ધોયેલું પાણી, રસ્તામાં ફેંકાયેલું પાણી; નળ, પરબ વગેરે પાસે ઉછળતું પાણી; વર્ષા, જાકળ, ધુમ્મસ અને સૂમ વૃષ્ટિ કાયનું પાણી, નદી, નાળાં, કુવા, વાવડી, તળાવ આદિનું પાણી ઇત્યાદિ સચિત્ત અથવા મિશ્ર પાણીનો સંઘટ્ટો, વિરાધના થઈ હોય અને ધોવણની ગવેષણા આદિમાં અપ્લાય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. તેઉકાય – ગોચરી જવાના પ્રસંગમાં કોઈપણ પ્રકારની અગ્નિની વિરાધના થઈ હોય, રસ્તે ચાલતાં બીડી આદિ, સ્કુટર, ટેક્સી આદિનો સંઘટ્ટો ઈત્યાદિ રૂપે તેઉકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. વાઉકાય:- શરીરના અંગોપાંગ, હાથ, પગ, મસ્તક વગેરેને ઉપદેશ, વાતચીત આદિ કાર્યમાં. પ્રતિલેખન, પ્રમાર્જનમાં તીવગતિથી જાટકાથી, ઉતાવળથી ચલાવ્યાં હોય; આ જ રીતે કોઈપણ ઉપકરણ, રજોહરણ, પાત્ર વસ્ત્ર, પુંજણી આદિને તીવ્રગતિથી, જાટકાથી, ઉતાવળથી ચલાવ્યાં હોય, પટક્યું ફેંક્યું હોય અથવા ઉપકરણ શરીર આદિને શાંતિથી યતનાપૂર્વક હલાવવાનું ધ્યાન રાખ્યું ન હોય; મુહપત્તિ વિના બોલાયું હોય; ઉતરવું, ચઢવું, ચાલવું તીવ્રગતિથી કુદકા અથવા ઠેકડાં મારતા ક્યું હોય, જેનાથી વાઉકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. વનસ્પતિકાય:- લીલું ઘાસ, અંકુરા, લીલાપાન, ફૂલ, બીજ, શાક વગેરેના છોતરાં અથવા ટુકડાં, મરચાના બી, અનાજ, ગોટલી વગેરેની રસ્તામાં, ઘરોમાં વિરાધના થઈ હોય, શેવાળ, લણનો સંઘટ્ટો થયો હોય અથવા તેનું ઉલ્લંઘન કરવું પડ્યું હોય ઇત્યાદિ વનસ્પતિકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. બેઇન્દ્રિય – નાની મોટી લટ, કૃમિઓ વગેરે બેઇન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. Page #172 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 172 તે ઇન્દ્રિય – લાલ કીડી, કાળી કીડી, મકોડા, પુસ્તકોમાંના નાના મોટા જીવ, જમીન જેવા રંગના કંથવા, ઈતડી, ઉધઈ, કાચા મકાનમાં અને વૃક્ષની નીચે અનેક પ્રકારના જીવ, ચાંચડ, માંકડ, જૂ, લીખ આદિ તેઈન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ચૌરેન્દ્રિય – માખી, મચ્છર, ડાંસ, નાના મોટા કરોળિયા, અનેક પ્રકારની કંસારી, વીજળી બલ્બથી થતાં મચ્છર અને નાના મોટા અનેક જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. પંચેન્દ્રિય:- કૂતરાં, ચકલી, કબૂતર, ઉદર, બિલાડી,મોટી માખી જેટલા નાના દેડકા વગેરે જીવોની વિરાધના થઈ હોય તથા માર્ગમાં લઘુનીત કફ વગેરે અશુચિ પર પગ આવ્યા હોય, ગટરોને ઓળંગવી પડી હોય અથવા ગટરના પાણી આદિ ઓળંગતા વિરાધનાનું કારણ બન્યું હોય તથા પરઠવા સંબંધી અવિધિથી કાંઈ વિરાધનાનું કારણ બન્યું હોય ઈત્યાદિ સંજ્ઞી, અસંશી જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તેમજ બીજા સ્ત્રી, પુરુષ, પશુ પક્ષીઓની મન, વચન, કાયાથી કોઈપણ પ્રકારની આશાતના, વિરાધના કરી હોય તો મારું પાપ મિથ્યા થાઓ. મહાવ્રતના પાઠ:પહેલું મહાવ્રતઃ સંપૂર્ણ હિંસાનો ત્યાગ – છ કાય જીવોની સૂક્ષ્મ અને સ્થૂલ રૂપે મનથી, વચનથી, કાયાથી જીવન પર્યત હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને કરતાને અનુમોદવી નહીં. એવા પહેલા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) યતનાપૂર્વક જોઈને ચાલવું. (૨) હંમેશાં મનને પ્રશસ્ત રાખવું. (૩) હંમેશાં સારા વચનોનો જ પ્રયોગ કરવો. (૪) ગવેષણાના નિયમોનું પૂર્ણ રૂપથી આત્મ સાક્ષીથી પાલન કરવું. (૫) વસ્તુ રાખવી, ઉપાડવી, પરઠવી વગેરે પૂર્ણ વિવેક તેમજ યત્નાની સાથે કરવું; એવા પહેલા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. (નિષ્ફલ થાઓ) બીજું મહાવ્રતઃ સંપૂર્ણ અસત્યનો ત્યાગ :- વિચાર્યા વગર, ઉતાવળમાં તેમજ ક્રોધ, માન, માયા, લોભને વશ થઈ સૂક્ષ્મ કે ભૂલ કોઈપણ પ્રકારે મનથી, વચનથી, કાયાથી જીવનપર્યત જૂઠું બોલવું નહીં,બોલાવવું નહીં, બોલવાવાળાને રૂડું માનવું નહીં. એવા બીજા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) સમજી વિચારીને શાંતિપૂર્વક બોલવું. (૨–૩) ક્રોધ-લોભ વગેરે કષાયોના ઉદય સમયે ક્ષમા–સંતોષ આદિ ભાવોને ઉપસ્થિત રાખવા, મૌન તેમજ વિવેક ધારણ કરવા. (૪) હાંસી, મજાક, કુતૂહલના પ્રસંગે અથવા તેવા ભાવ ઉપસ્થિત થાય ત્યારે પણ મૌન તેમજ ગંભીરતા ધારણ કરવી. (૫) ભય સંજ્ઞા થતાં નીડરતા તેમજ ધૈર્ય ધારણ કરવા. એવા બીજા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ત્રીજું મહાવ્રતઃ સંપૂર્ણ અદત્તનો ત્યાગ:- ક્યાંય પણ, કોઈપણ નાની મોટી વસ્તુ આજ્ઞા વિના તથા કોઈ દ્વારા દીધા વિના મનથી, વચનથી, કાયાથી, જીવન પર્યત ગ્રહણ કરવી નહીં, કરાવવી નહીં, અદત્ત ગ્રહણ કરનારાને ભલા પણ જાણવા નહીં. એવા ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) નિર્દોષ સ્થાન, શય્યા સંથારાની યાચના કરવી. (૨) તૃણ, કાષ્ટ ઘાસ, લાકડું, કાંકરો, પત્થર, આદિ પણ યાચના કરીને લેવા. (૩) સ્થાનક આદિના પરિકર્મ કરવા, કરાવવા નહીં. (૪) સહયોગી સાધુના આહાર પાણીનો સંવિભાગ કરવો, તેમના ઉપકરણ આદિ અદત્ત લેવા નહીં. (૫) વિનય, તપ, સંયમ, ધર્મના કર્તવ્યોનું ઈમાનદારીથી પાલન કરવું. તપના ચોર, રૂપનાં ચોર, વ્રતનાં ચોર, આચારના ચોર તેમજ ભગવંતની આજ્ઞાના ચોર થવું નહીં. એવા ત્રીજા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ચોથું મહાવ્રતઃ કુશીલનો સંપૂર્ણ ત્યાગ :- મનુષ્ય, પશુ, દેવ સંબંધી કામ ભોગનું સેવન અથવા સંકલ્પ, ઇચ્છા કરવી નહીં, દષ્ટિ વિકાર અથવા કામ કુચેષ્ટા કરવી નહીં. મનથી, વચનથી, કાયાથી જીવન પર્યત આ પ્રકારના કુશીલ અબ્રહ્મચર્યનું સેવન સ્વયં કરવું નહીં, કરાવવું નહીં, કુશીલ સેવનારને રૂડાં પણ જાણવા નહીં. આવા ચોથા મહાવ્રતની પાંચ ભાવના છે. (૧) સ્ત્રી, પશુ વગેરેથી રહિત મકાનમાં રહેવું. (૨) સ્ત્રી સંપર્ક પરિચય વાતનો વિવેક રાખવો, (૩) સ્ત્રીના અંગોપાંગને રાગ, આસક્તિ ભાવથી જોવા સંભારવા અથવા નિરખવા નહીં, (૪) પૂર્વે ભોગવેલા ભોગોનું સ્મરણ કરવું નહીં, તેમજ નવાના કુતૂહલ આકાંક્ષા કરવા નહીં. (૫) સદા સરસ સ્વાદિષ્ટ કે અતિમાત્રામાં આહાર કરવો નહીં, અથવા ઊણોદરી તપ તેમજ રસેન્દ્રિય વિજય કરવો. એવા ચોથા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. પાંચમું મહાવ્રતઃ સંપૂર્ણ પરિગ્રહ ત્યાગ:- સોના, ચાંદી, ધન, સંપત્તિ, જમીન, જાયદાદ(વારસો) રાખવાનો સંપૂર્ણ ત્યાગ; સંયમ અને શરીરને આવશ્યક ઉપકરણો સિવાય સંપૂર્ણ નાના મોટા પદાર્થોનો ત્યાગ; ગ્રહિત અગ્રહિત બધા પદાર્થો પર મમત્વ મૂર્ણા આસક્તિ ભાવનો પૂર્ણ રૂપથી ત્યાગ; મનથી, વચનથી, કાયાથી જીવન પર્યંત. આ પ્રકારે દ્રવ્ય તેમજ ભાવ પરિગ્રહ કરવો નહીં, કરાવવો નહીં કરનારાની અનુમોદના કરવી નહીં; એવા પાંચમા મહાવ્રતની પાંચ ભાવના છે.(૧-૫) શબ્દ-રૂપ-ગંધ- રસ–તેમજ સ્પર્શના શુભ સંયોગમાં રાગભાવ આસક્તિ ભાવ કરવા નહીં. તેમજ અશુભ સંયોગમાં દ્વેષ, હીલના અપ્રસન્ન ભાવ કરવા નહીં. પુગલ સ્વભાવના ચિંતનપૂર્વક સમભાવ, તટસ્થભાવના પરિણામોમાં રહેવું. રાગદ્વેષથી રહિત બનવાનો અને કર્મ બંધ થાય નહીં તેવો પ્રયત્ન કરવો. એવા પાંચમા મહાવ્રતની પાંચ ભાવનાના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. છઠું વ્રતઃ રાત્રિ ભોજનનો સંપૂર્ણ ત્યાગ:- આહાર, પાણી, ઔષધ, ભેષજ વગેરે કોઈપણ ખાદ્ય પદાર્થ, લેપ્ય પદાર્થ રાત્રિના સમયે પાસે રાખવા નહીં, ખાવા-પીવા નહીં, ઔષધ ઉપચાર લેપ વગેરે કરવા નહી, આગાઢ પરિસ્થિતિથી રાત્રે રાખેલા પદાર્થ રાત્રે કામમાં લેવા નહીં, રાત્રે ઉડ્યાલ મુખમાં આવી જાય તો એને કાઢી નાખવો, દિવસમાં પણ અંધકારયુક્ત સ્થાનમાં આહાર કરવો. નહીં. અંધકારયુક્ત સ્થાનમાં ગોચરી વહોરવી પણ નહિં. આવી રીતે દિવસ રાત્રિ ભોજન(અંધકારયુક્ત સ્થાનમાં) અને રાત્રિ–રાત્રિ ભોજનરૂપ છઠ્ઠા વ્રતની કોઈપણ મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય તો મારા પાપ નિષ્ફળ થાઓ, (મિચ્છામિ દુક્કડં.) કાયોત્સર્ગમાં એમનું હું અવલોકન કરું છું. Page #173 -------------------------------------------------------------------------- ________________ jainology 173 આગમસાર પાંચ સમિતિ ત્રણ ગુપ્તિના પાઠઃઈર્યાસમિતિ:- શાંતિથી ચાલવું, નીચે જોઈને ચાલવું, એકાગ્રચિત્તે ચાલવું. છકાય જીવોની રક્ષાના વિવેકથી ચાલવું. ચાલતાં ચાલતાં ન કરવી. રાત્રિમાં પોજીને ચાલવું (પ્રમાર્જન કરીને), જીવ દેખાય તો દિવસે પણ પોજીને ચાલવું. ક્યાંય અંધારૂં હોય તો દિવસે પણ પોંજીને ચાલવું. ચાલતી વખતે શબ્દ રૂપ આદિ ભાવોમાં આસક્ત ન થવું અને સ્વાધ્યાય, અનુપ્રેક્ષા આદિ પણ કરવાં નહીં. એવી ઈર્ષા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. ભાષા સમિતિ :- કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, રહસ્ય વચન, સાવધ વચન, નિશ્ચયકારી વચન, અતિશયોક્તિ યુક્ત વચન બોલવા નહીં. ગપ્પા લગાવવાં નહીં. પરસ્પર નિરર્થક, નિષ્ઠયોજન વાતો કરવી નહીં અથવા સમય વ્યતીત કરવાને માટે પરસ્પર વિકથા કરવી નહીં. કોઈની નિંદા, હાંસી, તિરસ્કારની વાતો કરવી નહીં. બહુ બોલવું નહીં, તેમજ ઉટપટાંગ (આડુંઅવળું ઊંધચત્ત) અથવા વિકૃત ભાષા બોલવી નહીં. એવી બીજી ભાષા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. એષણા સમિતિ - ગવેષણા અને પરિભોગેષણાની વિધિનું અને નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરવું. વિવેક અને વિરક્તિ તથા સત્યનિષ્ઠાની સાથે આહાર, વસ્ત્ર, પાત્ર આદિ ગ્રહણ કરવાં તેમજ ઉપયોગ કરવો અથવા એષણાના ૪ર દોષો અને માંડલાના પાંચ દોષોનું સેવન કરવું નહીં. પહેલા પહોરમાં લીધેલ આહાર પાણી ચોથા પહોરમાં રાખવા નહીં. પોતાના સ્થાનથી ચારે તરફ બે ગાઉ ઉપરાંત આહાર પાણી લઈ જવા નહીં, બે ગાઉ ઉપરાંતથી આહાર પાણી લેવા પણ નહી. એવી એષણા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. આદાન નિક્ષેપ સમિતિ – ભંડોપકરણ અથવા વસ્ત્ર, પાત્ર, રજોહરણ, સોય, કાગળ, પુસ્તક આદિ કોઈપણ ઉપકરણ ઉપરથી ફેંકવું(નાંખવું) નહીં, વાંકા વળીને વિવેકપૂર્વક નીચે નમીને ભૂમિ વગેરે ઉપર જોઈને રાખવું. આ પદાર્થોને ઉપાડવા હોય તો પણ શાંતિ અને વિવેકથી યતનાપૂર્વક ઉપાડવા. દિવસે તથા રાત્રિમાં પોજીને ચાલવું. પોતાની પાસે રાખેલા ઉપકરણોનું સવાર સાંજ વિધિપૂર્વક પ્રતિલેખન કરવું અને તે ઉપકરણો પર મમત્વ મૂછભાવ ન રાખતાં તેનો પૂરો ઉપયોગ કરવો. બિનજરૂરી ઉપકરણોનો સંગ્રહ કરવો નહીં. ખૂબ જરૂરી ઉપકરણો જ લેવા; એવી ચોથી સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. પારિષ્ઠાપનિકા સમિતિ:- શરીરના અશુચિ પદાર્થોને, જીર્ણ ઉપધિને, વધેલા પાણી અથવા આહારાદિને,પરઠવા યોગ્ય અન્ય બધા પદાર્થોને તેના યોગ્ય વિવેકની સાથે યોગ્ય સ્થાનમાં પરઠવા. વડીનીત પરઠવા યોગ્ય ભૂમિ ૧૦ બોલ (ગુણ) યુક્ત હોય અથવા તેવા સ્થાન પર જ શૌચ નિવૃત્તિના માટે બેસવું. શૌચ નિવૃતિની અન્ય પણ આગમોક્ત વિધિઓનું પૂર્ણ પાલન કરવું; કફ વગેરે પરઠવામાં પણ પૂર્ણ વિવેક અને યતનાભાવ રાખવો, કોઈપણ પદાર્થને પરઠયા પછી તેને વોસિરાવવો અથવા વોસિરે–વોસિરે કહેવું. વડીનીત જઈને આવ્યા પછી ઈરિયાવહિનો કાઉસગ્ગ કરવો. પરઠવામાં ત્રસ, સ્થાવર, જીવોની વિરાધના ન થાય, તેનો પૂરો વિવેક રાખવો. એવી પારિષ્ઠાપનિકા સમિતિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. મન ગુપ્તિ - મનમાં સંકલ્પ વિકલ્પ આદિ વિશેષ કરવા નહીં. શાંત પ્રસન્ન મને રહેવું. એવી મન ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. વચન ગુપ્તિ - વિકથા આદિ ન કરતાં, અધિકતમ મૌન વૃત્તિથી રહેવું, આવી વચન ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. કાય ગુપ્તિ - હાથ, પગ, માથું તેમજ સમસ્ત શરીરને નિમ્પ્રયોજન હલાવવા નહીં. અવિવેકથી હલાવવા નહીં. હાથ પગ આદિને પૂરા સંયમિત રાખતાં પ્રત્યેક પ્રવૃતિ કરવી. જીવ જંતુને જોઈને, પોજીને પછી જ ખંજવાળવું, ભીંત આદિનો સહારો લેવો, હાથ પગને પસારવા, ભેગા કરવા, સૂવું, પડખું ફેરવવું આદિ પણ વિવેકપૂર્વક કરવા; ઈત્યાદિ કાય ગુપ્તિના વિષયમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તો મારું પાપ મિથ્યા થાઓ. સમુચ્ચય પાઠ:- મૂળગણ, સમિતિ ગુપ્તિ યુક્ત પાંચ મહાવ્રત અને ઉત્તરગુણમાં અન્ય નિયમ, પચ્ચકખાણ, તપ, સ્વાધ્યાય, ધ્યાન યોગ આદિ છે, એના વિષયમાં જે કોઈ અવિવેકથી પ્રવર્તન પ્રરૂપણા થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. સંલેખના–સંથારો: હે ભગવાન હું જીવનના અંતિમ સમયમાં પોતાના ધાર્મિક જીવનની આરાધના માટે સંલેખના કરું છું. એવં મૃત્યુને બિલકુલ નજીક આવેલું જાણીને સંથારો ગ્રહણ કરું છું. પૌષધશાળાનું પ્રતિલેખન પ્રમાર્જન કરીને અને તેની આસપાસ નજીકમાં મળમૂત્ર પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરીને, ઘાસ આદિનો સંથારો પાથરીને, ગમનાગમનનું પ્રતિક્રમણ (ઇરિયાવહિ) કરીને ઘાસના સંથારા પર સુખાસનથી બેસું છું. - બંને હાથ જોડી, મસ્તકની પાસે અંજલી કરીને, પહેલાં સિદ્ધ સ્તુતિથી સિદ્ધ ભગવાનને અને બીજી વાર સિદ્ધ સ્તુતિથી મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન અરિહંત ભગવાન-તીર્થકરને નમસ્કાર કરું છું. બધા સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાની ક્ષમાયાચના કરી એવં ક્ષમાભાવ પ્રદાન કરીને, પછી બધા નાના મોટા જીવોની ક્ષમાયાચના એવં ક્ષમાભાવ પ્રદાન કરું છું. અથવા કોઈપણ પ્રાણીના પ્રતિ વૈર વિરોધભાવ રાખતો નથી. પૂર્વે લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોમાં કોઈ અતિચાર દોષ લાગ્યા હોય તો તેને યાદ કરી, આલોચના, પ્રતિક્રમણ કરીને, તેને ત્યાજ્ય સમજી હવે હું પૂર્ણ શલ્ય રહિત થાઉં છું. તે પહેલાં મેં અંશતઃ હિંસા, આદિ ૧૮ પાપોનો ત્યાગ ર્યો હતો, હવે હું આપની સાક્ષી (શાસનપતિની સાક્ષી)એ સંપૂર્ણ ૧૮ પાપોનો ત્યાગ ત્રણ કરણ ત્રણ યોગથી જીવન પર્યંતને માટે કરું છું. Page #174 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 174 અસન, પાન, ખાદિમ, સ્વાદિમ ચાર પ્રકારના આહારોનો(અથવા ત્રણ આહારોનો) પણ જીવન પર્યંતને માટે ત્યાગ કરું છું. ધન, કુટુંબ, પરિવાર, સગા, સંબંધી, મિત્ર, સાથી જેને માટે “આ મારા છે “આ મારા છે,' એવું માન્યું છે, તેનો પણ હું ત્યાગ કરું છું. કારણ કે હું તો એકલો છું અને એકલો જ પરભવ ને પ્રાપ્ત કરનારો છું. જે આ મારું શરીર છે તેના પ્રતિ મેં જીવનભર બહુ જ મોહ રાખ્યો છે. એની ઘણી જ સાર સંભાળ કરી છે. આ શરીરની સુખ સુવિધાને માટે જ રાતદિવસ પ્રયત્નશીલ રહ્યો છું. આ શરીરનો પણ હવે હું ત્યાગ કરું છું. એને વોસિરાવું છું. કારણ કે આ ઔદારિક શરીર પણ અહીં રહીને બળીને ભસ્મ થવાવાળું છે. આ પ્રકારે હું પૂર્ણ રૂપથી આજીવન અનશન–ભક્ત પ્રત્યાખ્યાન સંથારો ગ્રહણ કરું છું અને પંચ પરમેષ્ટી મહામંત્રને જ શરણભૂત માની, તેનું જ સ્મરણ કરું છું અને તેનું જ ચિંતન, મનન, અર્થ, પરમાર્થ અવગાહનામાં હું મારા આત્માને લીન બનાવું છું. ૧૪ સંમૂર્છાિમનો પાઠઃ મનુષ્ય સંબંધી આ ચૌદ અશુચિ સ્થાન છે, જેમાં બે ઘડી પછી અતિ અલ્પ આયુષ્ય વાળા(અંદાજે બે મિનિટની ઉંમરવાળા) અસંખ્ય સંમૂર્છાિમ મનુષ્ય જન્મતા મરતાં રહે છે. જેમ કે ૧. મળમાં ૨. મૂત્રમાં ૩. કફમાં ૪. શ્લેષ્મમાં ૫. વમનમાં ૬. પિત્તમાં ૭. લોહીમાં ૮. રસીમાં ૯. શુક્ર(વીર્ય)માં ૧૦. ફરી ભીના થયેલા વિર્યમાં ૧૧. મૃત શરીરમાં ૧૨. સ્ત્રી પુરુષના સંયોગમાં અર્થાત કુશીલ સેવનમાં ૧૩. ગટરોમાં ૧૪. બીજા પણ મનુષ્ય સંબંધિ અશુચિ સંકલનના સ્થાનોમાં. આ જીવોની જાયે અજાણ્યે આદત કે પ્રમાદવશ વિરાધના થઈ હોય તો તેનો હું પશ્ચાત્તાપ કરું છું અને એવી પ્રમાદ પ્રવૃત્તિથી એક દિવસ નિવૃત્ત થાઉ એવી મનોકામના કરું છું. (નોંધઃ જે જીવો અલ્પ આયુષ્ય વાળા છે, અલ્પ સમયમાં સ્વયં મરી જવાના છે તેમની પણ વિરાધના કરતાં કર્મબંધ થાય છે. કારણ કે તેવા જીવો પ્રત્યે પણ દુર્લક્ષ્ય સેવનાર આત્માના અનુકંપાના ગુણધર્મની ઘાત કરે છે.) ૨૫ મિથ્યાત્વનો પાઠ: ખોટી માન્યતા, અશુદ્ધ સમજ, અશુદ્ધ શ્રદ્ધાના આ ર૫ પ્રકાર જાણવા યોગ્ય અને છોડવા યોગ્ય છે. જેમ કે ૧. જિનેશ્વર કથિત જીવને અજીવ માનવા ૨. અજીવને જીવ માનવા ૩. ધર્મ કૃત્યને અધર્મ માનવો ૪. અધર્મને ધર્મ માનવો ૫. પાંચ મહાવ્રત પાલન કરનાર સાધુને સાધુ ન માનવા ૬. પાંચ મહાવ્રત પાલન ન કરનારા અસાધુને સાધુ માનવા ૭. મોક્ષ માર્ગને સંસાર માર્ગ માનવો ૮. સંસાર માર્ગને મોક્ષ માર્ગ માનવો ૯. મુક્ત થયેલા જીવોને અમુક્ત માનવા ૧૦. મોક્ષ ન ગયેલા જીવોને મુક્ત માનવા ૧૧. આગ્રહ યુક્ત ખોટી સમજ ૧૨. સામાન્ય રૂપ ખોટી સમજ ૧૩. સંશય યુક્ત સમજ ૧૪. જાણી સમજીને ખોટાને સાચું માનવા મનાવવાનો આગ્રહ ૧૫. અનાભોગ, ભોળપણું, અજ્ઞાનદશા, વિકાસહિત અવસ્થા ૧૬. લોકપ્રચારની ખોટી સમજ પ્રવૃતિ ૧૭. પરલોક સંબંધી ખોટી સમજ પ્રવૃતિ ૧૮. અન્ય મત સંબંધી માન્યતા ૧૯-૨૧. જિન પ્રવચન સિદ્ધાંતથી ઓછું, અધિક અથવા વિપરીત માનવું ૨૨. ક્રિયા- આચારની ઉપેક્ષા વૃત્તિ અને વિચાર ૨૭. જ્ઞાન અધ્યયનના પ્રતિ ઉપેક્ષા વૃત્તિ અને વિચાર ૨૪. વિનય ભાવની ઉપેક્ષા વૃત્તિ અને વિચાર અથવા શુદ્ધ ધર્મ અને ધર્માત્માઓના પ્રત્યે અવિનયભાવ અને અવિનય વૃતિ ૨૫. શુદ્ધ ધર્મ અને ધર્માત્માઓના અનાદર, અવહેલના આશાતના ભાવ એવં વૃત્તિ. આ ૨૫ મિથ્યાત્વનો હું ત્યાગ કરું છું. અજ્ઞાનતા એવં અવિવેકથી અથવા દુરસંગતથી, આ ૨૫ મિથ્યાત્વમાંથી કોઈ મિથ્યાત્વ ભાવો અથવા મિથ્યાત્વ પ્રવૃત્તિઓનું સેવન થયું હોય તો હું તેનો પશ્ચાત્તાપ કરું છું, ત્યાગ કરું છું, તેનાથી લાગેલું મારું તે પાપ મિથ્યા થાઓ (નિષ્ફળ થાઓ). ક્ષમાપના પાઠ(સમભાવ ચિંતન: કાયોત્સર્ગમાં) : (ખામેમિ સવ્વ જીવા, સવે જીવાવી, ખમંતુ મે.– મિત્તી એ સવ્વ ભૂએસુ, વેરં મજઝ ન કેણઈ.). જે જીવોએ મારી સાથે ખોટો વ્યવહાર ક્યો હોય અને તેનાથી મને નારાજી થઈ હોય તો હવે હું તેને ક્ષમા કરી, તેના પ્રત્યેની નારાજી દૂર કરી મૈત્રી ભાવ સ્થાપિત કરું છું. જગતમાં કોઈ જીવ મારો શત્રુ નથી, પોતાના કરેલા કર્મથી જ સુખ દુઃખ થાય છે. એટલે મારે કોઈની પ્રત્યે વૈરભાવ નથી, બધા જીવો સાથે મૈત્રી ભાવ છે. મેં જાણતાં અજાણતાં કોઈ જીવની સાથે ખોટો વ્યવહાર ર્યો હોય, કોઈને કષ્ટ પહોંચાડ્યું હોય તો હું મારા અપરાધની, તેમની પાસે ભગવાનની સાક્ષીએ ક્ષમાયાચના કરું છું. તે જીવો મને ક્ષમા પ્રદાન કરે. ત્યારપછી જે જે વ્યક્તિ, જીવ, શ્રાવક, શ્રાવિકા, શિથિલાચારી, સહચારી, સાધુ સાધ્વીની સાથે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપમાં વિષમ ભાવ ચિંતનમાં ચાલતું હોય તે સ્મૃતિમાં લઈને તેમના પ્રત્યે સમભાવ જાગૃત કરવો જોઇએ. (એવમાં આલોઈયં નિદિયું ગરિહિયં દુગંછિયે.- સમ્મ તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણ ચઉવસં.) અર્થ:- આ પ્રકારે હું મારા વ્રતોના અતિચાર દોષોની અને કષાય ભાવોની આલોચના, નિંદા, ગહ કરીને તેનાથી જુદો થાઉ છું. એવું તે દોષોને પૂર્ણ રૂપથી ત્યાગ કરીને ૨૪ જિનેશ્વર પ્રભુને વંદન કરું છું. કાઉસગ્ગ આજ્ઞા પાઠઃ હે ભગવાન આપની આજ્ઞા લઈને દિવસ સંબંધી પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિના માટે કાઉસગ્ન કરું છું. તપ ચિંતન વિધિઃ- (પાંચમા આવશ્યકમાં–રાત્રિ પ્રતિક્રમણમાં) (કિં તવ પડિવનજામિ, એવં તત્વ વિચિંતએ.)- ઉતરા. સૂત્ર અ. ૨૬ છ માસી તપ કરવું? શક્તિ નથી, અભ્યાસ નથી. Page #175 -------------------------------------------------------------------------- ________________ jainology | પાંચ, ચાર, ત્રણ, બે માસી તપ કરવું ? માસખમણ કરવું ? 175 ૧૫,૮,૭,૬,૫,૪,૩,૨, ઉપવાસ કરવા ? ઉપવાસ, આયંબિલ, નિવી કરવી ? એકાસન, પુરીમઢ, પોરિસી કરવી ? નવકારશી કરવી ? આગમસાર શક્તિ નથી, અભ્યાસ નથી. શક્તિ છે, અવસર નથી. શક્તિ છે, અવસર નથી. શક્તિ છે, અવસર નથી. શક્તિ છે, અવસર નથી. શક્તિ છે, અવસર છે, ભાવ છે. જ્ઞાતવ્ય :– જે તપ જીવનમાં ક્યારેય ન ર્ક્યુ હોય તેને માટે કહેવું કે શક્તિ નથી, જે તપ પહેલાં ક્યું છે પરંતુ આજે કરવું નથી તેના માટે કહેવું કે શક્તિ છે પણ અવસર નથી અને જે તપ કરવું હોય તેના ઉત્તરમાં કહેવું કે શક્તિ છે, અવસર છે, ભાવ છે. તેના પછી જ કાઉસ્સગ્ગ પૂર્ણ કરવો અર્થાત્ પછી તેના આગળના પ્રશ્ન કરવાની અને ઉત્તર ચિંતન કરવાની જરૂર હોતી નથી. નોંધ :- આ પાઠ રાત્રિ પ્રતિક્રમણના પાંચમા આવશ્યકમાં કાઉસ્સગ્ગમાં ચિંતન કરવાને માટે છે. ક્ષમાભાવ ચિંતનની સાથે તપ ચિંતન આ પાઠથી કરવું જોઇએ. પ્રત્યાખ્યાન પાઠઃ (ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિયં પચ્ચક્ખામિ ચઉવિહં પિ આહારં અસણં પાણં ખાઇમં સાઇમં અણ્વત્થણાભોગેણં, સહસાગારેણં અપ્પાણં વોસિરામિ .) અર્થ :– હે ભગવાન હું હમણાંથી લઈને કાલ સૂર્યોદય સુધી તથા તે ઉપરાંત સૂર્યોદયથી લઈને નમસ્કાર મંત્ર બોલીને પારું નહિં ત્યાં સુધી ચારે આહારના પચ્ચખાણ કરું છું. ૧. ભોજનના પદાર્થ ૨. પાણી ૩. ફળ મેવા ૪. મુખવાસ – ભૂલથી ખાવામાં આવી જાય કે એકાએક મોઢામાં છાંટા આદિ ચાલ્યા જાય તો તેનો આગાર. પ્રતિક્રમણ શુદ્ધિનો પાઠ : પ્રતિક્રમણના પાઠોનું ઉચ્ચારણ શુદ્ધ ન ર્ક્યુ હોય, વિધિમાં કોઈ અવિધિ થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. એકાગ્રચિત્ત થઈને અર્થ ચિંતનપૂર્વક, આત્મશુદ્ધિપૂર્વક, અન્યત્ર ક્યાંય પણ મનને ચલાવ્યા વિના એકાગ્ર ચિત્ત થઈને પૂર્ણ ભાવયુક્ત પ્રતિક્રમણ ન ર્ક્યુ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. સમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા આ પાંચ વ્યવહાર સમક્તિના લક્ષણ છે. દેવ અરિહંત, ગુરુ સુસાધુ, ધર્મ–કેવળી ભાષિત; આ ત્રણ તત્ત્વ સાર ,સંસાર–અસાર, અરિહંત ભગવાન આપનો માર્ગ સત્ય છે, સત્ય છે, સત્ય છે. સ્તવ સ્તુતિ મંગલ કરું છું. અઢાર પાપ સ્થાનનો પાઠ :– ૧. હિંસા ૨. જૂઠ ૩. ચોરી ૪. કુશીલ ૫. પરિગ્રહ ૬. ક્રોધ ૭. માન ૮. માયા ૯. લોભ ૧૦. રાગ ૧૧. દ્વેષ ૧૨. ક્લેશ ૧૩. કલંક લગાવવું ૧૪. ચાડી કરવી ૧૫. બીજાની નિંદા, અવગુણ અપવાદ કરવો ૧૬. સુખ દુઃખમાં હર્ષ શોક કરવો ૧૭. કપટ યુક્ત જૂઠ્ઠું બોલવું, છળ પ્રપંચ, ધોખાબાજી કરવી ૧૮. જિનવાણીથી વિપરીત માન્યતા રાખવી, હિંસા આદિ પાપમાં ધર્મ માનવો. એ પાપ સ્થાનોમાંથી કોઈ પાપનું જાણતા અજાણતા અવિવેક–પ્રમાદથી સેવન થયું હોય તો તેનું હું ચિંતન અવલોકન કરું છું. તેનું સંસોધન કરી .તેને હું મારું દુષ્કૃત્ય ગણુ છું . તેનાથી નિવૃત થાઉં છું. જ્ઞાન અને તેના અતિચારનો પાઠ :- (આગમે તિવિહે) બાર અંગ સૂત્ર અને બીજા અનેક સૂત્ર રૂપ શ્રુતજ્ઞાન હોય છે. જેમાં વર્તમાનમાં ૩૨ આગમ ઉપલબ્ધ માનવમાં આવેલ છે. તેના અર્થરૂપમાં અનેક સૂત્રની વ્યાખ્યાઓ, નિર્યુક્તિઓ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, અનુવાદ ઉપલબ્ધ છે. ૩૨-૪૫ આગમના નામ આ પ્રકારે છે. ૧૧ અંગ :- ૧. આચારાંગ સૂત્ર ૨. સૂયગડાંગ સૂત્ર ૩. ઠાણાંગ સૂત્ર ૪. સમવાયાંગ સૂત્ર ૫. ભગવતી સૂત્ર ૬. જ્ઞાતાધર્મકથા સૂત્ર ૭. ઉપાસકદશા સૂત્ર ૮. અંતગડદશા સૂત્ર ૯. અનુત્તરોવવાઈ સૂત્ર ૧૦. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૧૧. વિપાક સૂત્ર. ૧૨ ઉપાંગ સૂત્ર– ૧. ઔપપાતિક સૂત્ર ૨. રાયપસેણીય સૂત્ર ૩. જીવાભિગમ સૂત્ર ૪. પ્રજ્ઞાપના સૂત્ર ૫. જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૬–૭. જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર ૮-૧૨. ઉપાંગ સૂત્ર ૪ મૂલ સૂત્ર- ૧. ઉત્તરાધ્યયન ૨. દશવૈકાલિક ૩. નંદી ૪. અનુયોગ દ્વાર. ૪ છેદ સૂત્ર- ૧. વ્યવહાર. ૨. બૃહત્કલ્પ ૩. નિશીથ ૪. દશાશ્રુતસ્કંધ અને ૩૨મું આવશ્યક સૂત્ર. સ્થાનકવાસી સંપ્રદાયના આ ૩૨ આગમ ઉપરાંત બીજા ૧૦પ્રકિર્ણક ,૨ નિર્યુકિત અને મહાનીષીથ મળી દેરાવાસી શ્વેતાંબરનાં ૪૫ આગમ થાય છે. ૩૩. પિંડનિર્યુકતિ – ૬૭૧ શ્રલોક પ્રમાણ આ દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયન પિંડેષણાની નિયુકિત છે. ૩૪. મહાનિશીથ, ૩૫. જીતકલ્પ. (કલ્પસૂત્રની ૪૫ આગમમાં ગણના નથી.) ૧૦. પ્રકીર્ણક છે. ચતુરશરણ, આતુર પ્રત્યાખ્યાન, મહા પ્રત્યાખ્યાન, ભક્ત પ્રત્યાખ્યાન, તન્દુલ વૈચારિક, સંસ્તારક, ગચ્છાચાર,ગણિવિધા, દેવેન્દ્રસ્તવ, મરણ સમાધિ . (તત્વાર્થસૂત્ર– આચાર્ય ઉમાસ્વાતિ રચિત્ત એક સંસ્કૃત ગ્રંથ છે અને તેની ગણના જૈનના પ્રમુખ સાહિત્યમાં કરી શકાય.) Page #176 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 176 જ્ઞાનના વિષયમાં મુખ્ય ૧૪ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે– ૧. સૂત્રના અક્ષર અથવા પદ આગળ પાછળ બોલાયા હોય ૨. એક સૂત્ર પાઠને બીજા સૂત્રમાં બોલાયો હોય ૩. અક્ષર ઓછો ભણાયો હોય ૪. અક્ષર અધિક ભણાયો હોય ૫. પદ(શબ્દ) ઓછા બોલાયા હોય ૬. વિનય રહિત ભણાયું હોય ૭. સંયુક્ત અક્ષર શુદ્ધ ન ભણાયા હોય ૮. ઉચ્ચાર સ્પષ્ટ ન ર્યા હોય ૯. અયોગ્ય વ્યક્તિને ભણાવ્યો હોય. રૂડું જ્ઞાન અવિનીતને દીધું હોય ૧૦. અયોગ્ય રીતથી જ્ઞાન ગ્રહણ ર્યું હોય. (અવિનયપણે લીધું હોય) ૧૧. અકાળે શાસ્ત્ર ભણ્યા હોય ૧૨. સ્વાધ્યાયકાળે શાસ્ત્ર ન ભણ્યા હોય. ૧૩. ૩૪ અસજ્જાયમાં શાસ્ત્ર ભણ્યા હોય ૧૪. સજ્જાયમાં અને સ્વાધ્યાયના અવસરે શાસ્ત્ર ન ભણ્યા હોય. આ અતિચારોમાંથી મને કોઈપણ અતિચાર લાગ્યા હોય તો તે સંબંધી મારું તે દુષ્કૃત્ય નિષ્કલ થાઓ. દર્શન સમ્યક્ત્વ અને અતિચાર ઃ– કેવલજ્ઞાન કેવલ દર્શનથી યુક્ત, રાગદ્વેષથી રહિત, વીતરાગ અરિહંત તીર્થંકર પ્રભુ મારા આરાધ્ય દેવ છે. પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, નવવાડ બ્રહ્મચર્ય, પાંચ ઇન્દ્રિય વિજય, ચાર કષાયથી મુક્તિ; આ ગુણોને ધારણ કરનારા બધા સાધુ સાધ્વી મારા આરાધ્ય ગુરુ છે. સંવર નિર્જરા રૂપ ધર્મ અર્થાત્ સામાયિક, પૌષધ અને ત્યાગ, તપ, નિયમ, શ્રાવકના વ્રત, સંયમ, આદિ કેવળી પ્રરુપીત ધર્મ જ મારો આરાધ્ય ધર્મ છે. જિનેશ્વર ભાષિત તેમજ ગણધર અથવા પૂર્વધર શ્રમણો દ્વારા રચિત્ત આગમો મારા શ્રદ્ધાકેન્દ્ર શાસ્ત્ર છે. એવી સમ્યક્ત્વની પ્રતિજ્ઞા હું જીવનભર માટે કરું છું. હું (જિન ભાષિત) જિનેશ્વર કથિત જીવાદિ તત્ત્વોનું જ્ઞાન વધારીશ, એવી જ રીતે જ્ઞાનીજનોનો સંગ કરીશ, મિથ્યામતધારી કુદર્શનીઓની સંગતિ કરીશ નહીં અને ઉપર પ્રમાણે સમ્યક્ત્વને ધારણ કરીને પછીથી તેનું વમન કરીને જે મિથ્યાદષ્ટિ થઈ ગયા છે, તેનો પણ સંગ કરીશ નહીં. સમ્યક્ત્વના મુખ્ય પાંચ અતિચાર જાણવા યોગ્ય છે પરંતુ આચરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે. ૧. ભગવાનના વચનોમાં (સૂક્ષ્મ તત્ત્વોમાં) સંદેહ ર્યો હોય ૨. પાખંડીની પ્રભાવના, ચમત્કાર જોઈને મન આકર્ષિત થયું હોય (જૈનમાં પણ મિથ્યાત્વ શ્રધ્ધા ધરાવનાર પાખંડી જ કહેવાય.)૩. ધર્મકરણીના ફળમાં સંદેહ આણ્યો હોય ૪. પાખંડી (પરમત)ની પ્રશંસા કરી હોય ૫. પાખંડી (પરમતિ)ઓનો, સન્યાસીનો અથવા તેના શાસ્ત્રોનો પરિચય, સંપર્ક ર્યો હોય. આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યા હોય તો તે અંગેનું મારું પાપ મિથ્યા થાઓ. (મિચ્છામિ દુક્કડં) સામાયિક પ્રતિક્રમણના વિશેષ પ્રશ્નોત્તર પ્રશ્ન :– શુદ્ધ સંયમ પાલન કરનારાની સંખ્યા અધિક હોય છે કે સંયમમાં દોષ લગાડનારાની સંખ્યા અધિક હોય છે ? જવાબ :- · સંપૂર્ણ લોકની અપેક્ષાએ શુદ્ધ સંયમ પાળનારાની સંખ્યા અધિક હોય છે. અર્થાત્ લોકમાં શુદ્ધ સંયમ પાલન કરનારાની સંખ્યા અનેક હજાર કરોડ હોય છે અને દોષ લગાડનારાની સંખ્યા અનેક સો કરોડ હોય છે. મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા સાધુ પણ મહાવિદેહ ક્ષેત્રમાં સદા શાશ્વત અનેક સો કરોડ તો હોય જ છે. ભરતક્ષેત્રમાં તો ક્યારેક સાધુ હોય છે અને ક્યારેક હોતા નથી, ક્યારેક ૫૦–૧૦૦ પણ હોય છે, ક્યારેક લાખો પણ હોય છે, ક્યારેક દોષ લગાડનારા વધુ થઈ જાય છે તો ક્યારેક શુદ્ધ સંયમ પાલન કરનારા વધુ થઈ જાય છે. પ્રશ્ન :– આ દોષ લગાડનારા અનેક સો કરોડ સાધુ પાંચમા પદમાં રહે છે. તેને વંદન કરાય છે ? જવાબ :– આ અનેક સો કરોડની સંખ્યા પાંચમા સાધુ પદમાં ગણવામાં આવેલાની બતાવવામાં આવી છે. કારણ કે જે શ્રમણ પરિસ્થિતિથી દોષ સેવન કરીને પણ અંતઃકરણમાં તેનો ખેદ રાખે છે, જેને પોતાના દોષ સમજાય છે અને યથા અવસર તે દોષ પ્રવૃત્તિને છોડીને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે; એટલે તે પાંચમા પદમાં હોય છે અને વંદનીય પણ હોય છે. એ પોતાના દોષની પુષ્ટી કે પ્રરૂપણા કરતા નથી. પરંતુ પોતાની કાયરતા સમજે છે અને તે નબળાઈ સિવાય તપ, સંયમ અને જ્ઞાન ધ્યાનમાં લીન રહે છે. તેઓ શુદ્ધ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ પ્રરૂપણા કરે છે, શુદ્ધ સંયમ પાલન કરનારા સાધુઓ પ્રત્યે હૃદયમાં આદરભાવ રાખે છે. તેના સિવાય જે શ્રમણો સંયમ, નિયમ અને ભગવંત આજ્ઞાના પ્રતિ બેદરકારી રાખનારા અથવા અશુદ્ધ શ્રદ્ધા પ્રરૂપણા કરનારા હોય છે, તે આ સંખ્યામાં સમાવેલા નથી. એટલે તેઓ પાંચમા પદમાં પણ સમાવેલા નથી, માટે તેઓ ભાવ વંદનીય પણ હોતા નથી. એક ગચ્છમાં પણ અનેક જાતના સાધક હોય છે. તેમાં પણ કેટલાક ભાવ વંદનીય હોતા નથી. તો પણ તેઓ ગચ્છમાં હોય, સાધુના વ્યવહારમાં બંધાયેલા હોય, ત્યાં સુધી વ્યવહાર વંદનીય રહે છે.જીવની દશા અને દિશા બદલાતા તેઓ પાછા ભાવ વંદનીય પણ બની શકે છે. પ્રશ્ન :– રસ્તામાં ચાલતાં મુનિરાજને વંદના કેમ કરવી ? - દર્શન થવાથી કેટલેક દૂરથી હાથ જોડી મસ્તક નમાવી ‘મર્ત્યએણે વંદામિ’ બોલતાં થકાં વંદના કરવી જોઇએ. જવાબ:પ્રશ્ન :– અરિહંત, તીર્થંકર અથવા સાધુ સાધ્વીના સ્થાન પર પ્રત્યક્ષ દર્શન થતાં ક્યા પાઠથી વંદના કરવી ? જવાબ :– અરિહંત અને સાધુ સાધ્વીના સ્થાન પર પ્રત્યક્ષ દર્શન થતાં તિખ઼ુત્તોના પાઠથી ત્રણ વાર આવર્તન કરી, પંચાંગ નમાવીને વંદના કરવી જોઇએ. પ્રશ્ન :– ખમાસમણાના પાઠથી વંદના ક્યારે કરી શકાય છે ? જવાબ ઃ– પ્રતિક્રમણની વચ્ચમાં ત્રણ જગ્યાએ ખમાસમણાના પાઠથી વંદન કરવામાં આવે છે. બીજા કોઈપણ સમયે આ પાઠથી વંદન કરવાનું આગમ સમ્મત નથી. કારણ કે આ પાઠનો સંબંધ પ્રતિક્રમણથી છે. અન્ય સમયમાં વંદના તિખ઼ુત્તોના પાઠથી અને પરોક્ષ વંદના નમોત્થણના પાઠથી કરવામાં આવે છે. રસ્તે ચાલતાં સાધુઓને ‘મર્ત્યએણં વંદામિ’ કહીને દૂરથી સંક્ષિપ્ત વંદન કરવું જોઇએ. પ્રશ્ન :– આ ઉપરોક્ત વંદન સંબંધી જ્ઞાનનો આધાર પ્રમાણ શું છે ? Page #177 -------------------------------------------------------------------------- ________________ 177 jainology આગમસાર જવાબ:- રાયપાસેણીય સૂત્ર, ભગવતી સૂત્ર, ઔપપાતિક સૂત્ર, આદિના વંદન પ્રકરણોના આગમ પાઠ જ કહેવાયેલા વંદન જ્ઞાનના મુખ્ય આધાર છે. તેના હેતુ આધારથી આ સમાધાન કરવામાં આવ્યું છે. પ્રશ્ન:- રાઈ અને દેવસિય પ્રતિક્રમણનો સમય ક્યો છે? જવાબ:- પ્રતિક્રમણ કરવાનો સમય ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન થી સૂર્યાસ્ત સમયે અને સૂર્યોદય પહેલાં કરવાનું સ્પષ્ટ થાય છે. સૂર્યાસ્ત સમયે દેવસિય પ્રતિક્રમણ અને સૂર્યોદય પહેલાં રાઈય પ્રતિક્રમણ કરવું જોઇએ. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૬માં સૂર્યાસ્ત સમયે થંડિલભૂમિ પડિલેહણનું કાર્ય બતાવવામાં આવ્યું છે. દશાશ્રુતસ્કંધ સૂત્રમાં સૂર્યાસ્તના સમય સુધી ચાલવું વિહાર કરવો વગેરે બતાવવામાં આવ્યું છે. બૃહતુકલ્પ સૂત્રમાં સૂર્યાસ્ત પૂર્વ સમય સુધી ખાતાં પીતાં સાધુની પણ આરાધના બતાવવામાં આવી છે. પ્રાતઃ સૂર્યોદયની પછીના સમયમાં આગમમાં પ્રતિલેખન, વિહાર એવં આહારનું કથન છે. એટલે સૂર્યોદયની પહેલાં જ પ્રતિક્રમણનો કાળ માનવો બરાબર છે. આવી રીતે આગમ સંમત તત્ત્વ એ છે કે સૂર્યાસ્ત સમયે દેવસિક પ્રતિક્રમણ અને સૂર્યોદય પહેલાં રાત્રિક પ્રતિક્રમણ કરવું જોઈએ. પ્રશ્ન:- પ્રતિક્રમણ ૪૮ મીનિટમાં થવું જોઈએ? જવાબ:- આગમોમાં એવા કોઈ નિશ્ચિત સમયનો ઉલ્લેખ નથી. છતાં પણ એકરૂપતા એવં વ્યવસ્થિતતાની દૃષ્ટિથી એવું કહેવાય છે કે ૪૮ મીનિટ અથવા એક કલાકમાં પ્રતિક્રમણ થઈ જવું જોઇએ. વાસ્તવમાં નવી જૂની શીખેલ વ્યક્તિ અથવા અભ્યસ્ત, અનભ્યસ્ત વ્યક્તિની અપેક્ષા હીનાધિક સમય થાય તે સ્વભાવિક છે. વિશેષ પરિસ્થિતિમાં અને નવા શીખેલા સાધકને ઉક્ત સમયથી અધિક સમય પણ લાગી શકે છે અર્થાત્ કોઈને કલાક, દોઢ કલાક સુધી પણ લાગી શકે છે અને કોઈને ૨૦-૨૫ મીનિટમાં પણ પૂર્ણ થઈ શકે છે. લાલ દિશા સંબંધી (સંધિકાળ) ચૂપકકાળ અસ્વાધ્યાય કાળ પણ ક્યારેક ૩૦, ૪૦, ૫૦ મીનિટ એવું ક્યારેક કલાકથી પણ વધારે સમયનો હોઈ શકે છે. સાર તત્ત્વ એ છે કે પ્રતિક્રમણ પ્રમાદ રહિત થઈને કરવું, પરસ્પર વાતો ન કરવી. છતાં કોઈને પ૦ મીનિટ અથવા કલાક પણ લાગી જાય, તોપણ કાંઈ આગમ વિરુદ્ધ થતું નથી. વાસ્તવમાં જે મૂળ આગમકાલીન પ્રતિક્રમણ છે, તે તો અત્યંત નાનું જ છે. તે માટે તો અડધો કલાક પણ પર્યાપ્ત છે. પરંતુ વર્તમાનમાં કેટલાક પાઠ, દોહા, સવૈયા, સ્તુતિ, પ્રતિક્રમણમાં ઉમેરાયા છે. મૂળ આવશ્યક સૂત્ર તો આજે પણ ૧૦૦-૨૦૦ શ્લોક પ્રમાણ જ માનવામાં આવે છે. છતાં પણ કરવામાં આવતું વિધિયુક્ત પ્રતિક્રમણ લગભગ એક હજારથી પાંચ હજાર શ્લોક પ્રમાણ મોટું પણ થઈ ગયું છે. આ પ્રકારે પ્રતિક્રમણના પરિમાણની સમાનતા નથી. વ્યક્તિગત ઉચ્ચારણ ગતિમાં પણ મંદતા તીવ્રતા થાય છે. એટલે સમય પણ હીનાધિક લાગે છે. જે માટે શાસ્ત્રમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં કેટલાક સંકેત છે. તે અનુસાર પ્રતિક્રમણનો સમય અડધા કલાકથી લઈને સવા કલાક પણ થઈ શકે છે. સાધુ-સાધ્વીને સૂર્યોદય પછીની દિનચર્યાનું સમયપત્રક સચવાય તે હેતુથી સમયપ્રમાણ માટે સાવધાની રાખવાની હોય,પણ શ્રાવકોને માટે એવું કોઈ કારણ દેખાતું નથી. જૂના શ્રાવકોએ નવા શિખેલાઓને ઉતાવળ કરવાનું સમજાવતાં પહેલા ગુરુ પાસે શંકાનું સમાધાન મેળવવું જોઇએ. પ્રશ્ન:- શ્રાવક પ્રતિક્રમણનો પાઠ ક્યા આવશ્યકમાં છે? જવાબ:- આવશ્યક સૂત્રના છ આવશ્યકોમાં સાધુ પ્રતિક્રમણના પાઠોનો જ ઉલ્લેખ છે. શ્રાવક યોગ્ય પાઠ કરેમિ ભંતે, ઇચ્છામિ ઠામિ આદિ શ્રમણ પ્રતિક્રમણના પાઠથી સંશોધિત, સંપાદિત કરવામાં આવ્યાં છે અને અન્ય પાઠ અનેક આગમોમાંથી લેવામાં આવ્યા છે. એ બધા મળીને આખું શ્રાવક પ્રતિક્રમણ ઉચિત્તરૂપથી સંકલિત કરીને સંપાદિત કરવામાં આવ્યું છે. શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું જરૂરી હોવાથી તેનું સંપાદન ઉપયોગી જ છે. ઉપલબ્ધ છે આવશ્યકમાં તો ફક્ત ૨૩ પાઠ છે અને બે આદિ, અંત– મંગલ પાઠ માનવામાં આવ્યા છે. એમ કુલ ૨૫ પાઠથી. શ્રમણ પ્રતિક્રમણ પૂર્ણ કરવામાં આવ્યું છે. છઠ્ઠા આવશ્યક પછી પરિશિષ્ટ રૂપમાં શ્રાવક પ્રતિક્રમણ સંક્ષેપમાં વ્યાખ્યાકારે સ્વીકાર ર્યો છે. તેના આધારથી વિસ્તૃત રૂપમાં પૂર્ણ શ્રાવક પ્રતિક્રમણ પ્રચલિત છે. જેમાં કાલાંતરથી કેટલીય સ્તુતિઓ, દોહા પ્રવેશ્યા છે. પ્રશ્ન :- બાર અણુવતોમાં કરણ–યોગ એક સમાન કેમ નથી? જવાબ:- શ્રાવકના અણુવ્રત ત્રણ કરણ અને ત્રણ યોગના ૪૯ ભાંગામાંથી કોઈપણ ભંગથી લઈ શકાય છે; એવું ભગવતી સૂત્રમાં બતાવવામાં આવ્યું છે. પ્રત્યેક વ્રતમાં શ્રાવકની પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. એટલે કરણ યોગ સમાન થઈ શકતા નથી. એટલે આ વ્રતો મધ્યમ દરજ્જાના સાધક શ્રાવકોની યોગ્યતાને લક્ષ્યમાં રાખીને સંપાદિત કરાયેલ છે. જે એક પ્રકારની સામૂહિક વ્યવસ્થાની દષ્ટિથી બરાબર પણ છે. જેટલા અનુકૂળ હોય તેટલા વધારે કરણ યોગ કરી શકાય છે, તેમાં આગમથી કોઈ વિરોધ નથી. એટલે આ પાઠોના સાચા આશયને વિવેક બુદ્ધિથી સમજી લેવા જોઇએ. આ અણુવ્રતોના મૂળ પાઠોમાં આગાર, વ્રત સ્વરૂપ અને તેના અતિચારોની સંરચના ઘણી અનુભવ પૂર્ણ છે. આ સંરચનાથી યુક્ત આ વ્રતોને, ગરીબ-અમીર, યુવા યા વૃદ્ધ, સ્ત્રી-પુરુષ એવં રાજા-નોકર, શેઠ–મુનિમ, કોઈપણ ધારવા ઇચ્છે તો ધારી શકે છે. પ્રથમના ત્રણ વ્રત બે કરણ ત્રણ યોગથી હોવાનું બરાબર અને પાલનમાં સંભવ છે. આ પ્રકારે બધા વ્રતોમાં કરણ યોગ સમજી લેવા. ૧૨મા વ્રતમાં કરણ યોગને બોલવાની આવશ્યકતા પણ નથી રહી. તેમાં તો સુપાત્ર દાન દેવાનો નિયમ છે. જે ત્રણ કરણ ત્રણ યોગોની સંપૂર્તિની સાથે આપવો જોઇએ. ત્યારે શ્રેષ્ઠ દાન થાય છે. પ્રશ્ન :- પ્રતિક્રમણમાં અતિચારના પાઠોમાં આવતાં જાણવા યોગ્ય છે પણ આચરણ કરવા યોગ્ય નથી, આ શબ્દોનો શો હેતુ છે? તે અતિચારોનું આચરણ કરનારો શ્રાવક કે સાધુની કોટીમાં નહીં ગણાય? Page #178 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 178 જવાબ :– પ્રતિક્રમણમાં પ્રયુક્ત ઉપરોક્ત શબ્દ આદર્શ શિક્ષા રૂપ છે. તેને એકાંતિક આગ્રહમાં ન લેવા જોઇએ. અર્થાત્ વ્રતધારીઓના વ્રતોની શોભા અથવા પરિપુષ્ટિ માટે તે સાવધાની, શિક્ષા, પ્રેરણા છે. તેનું યથાવત્ ધ્યાન રાખવાથી વ્રત પુષ્ટ થાય છે અને વ્રતધારી આદર્શ સ્થાનને પ્રાપ્ત કરે છે. આ શિક્ષાનું પાલન ન થવાથી વ્રતોની પરિપુષ્ટિમાં ઉણપ આવે છે; સાધક આદર્શ કક્ષાથી સામાન્ય કક્ષામાં પહોંચે છે. એટલે કે તેના વ્રતોમાં કિંચિત્ અતિચરણ પણ થાય છે. આ પ્રકારે આ વાક્યોનો આશય સમજવો જોઇએ. પરંતુ તેને સાધનાથી અર્થાત્ શ્રાવકપણાથી રહિત કહી શકાતા નથી. જેમ કે ૧૫ કર્માદાન વ્યાપાર ધંધા છોડવા યોગ્ય છે, છતાં પણ આગમોક્ત કેટલાક શ્રમણોપાસકો તે વેપાર ધંધા છોડી શક્યા નહોતા. બંધ અને વધ પ્રથમ વ્રતમાં આચરણ કરવા યોગ્ય નથી તોપણ કેટલાક શ્રમણોપાસક રાજા આદિ યુદ્ધમાં શસ્ત્ર પ્રયોગ કરતા હતા. આવી રીતે સંયમ સાધકના વિષયમાં પણ આદર્શ ગુણો માટે સમજી લેવું જોઇએ. સાધુને ૨૨ પરીષહ જીતવાની ધ્રુવ આજ્ઞા, આદર્શ પ્રેરણા છે. છતાં પણ રોગ પરિષહ સહન ન થવાથી, ઔષધ ઉપચાર કરવા અને કરાવનારાને શાસ્ત્રમાં અસાધુ મનાયા નથી. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨ માં ઔષધ ઉપચાર ન લેવામાં જ સાચું સાધુપણું કહ્યું છે, તો પણ આ આદર્શ શિક્ષા વાક્ય છે. તેને એકાંતમાં લેવાતું નથી. જે ઔષધ ઉપચારનું સેવન કરે તેનું સાધુપણું સાચું નથી, એમ પણ કહી શકાતું નથી. પ્રશ્ન :– પૌષધમાં સામાયિક પણ લઈ શકાય છે ? જવાબ :- · પૌષધનું જ સ્વતઃ અપ્રમત્ત ભાવથી આચરણ થાય છે. તેમાં રાત દિવસ આત્માને ધર્મ જાગરણમાં જોડી શકાય છે. પરંતુ પ્રવાહરૂપમાં સામાન્ય સાધકોને વ્યર્થ પ્રમાદ પ્રવૃત્તિથી બચાવવા માટે સામાયિકની પ્રેરણાની પ્રવૃતિ છે. આ નિમિત્તથી સાધક આળસ કે પ્રમાદ ક૨શે નહીં. આ પૌષધના સ્વરૂપને ન સમજનાર અથવા ભૂલનાર સામાન્ય સાધકોને સામાયિકના મહત્ત્વ વડે પ્રમાદથી અટકાવવાનો એક ઉપાય છે. વાસ્તવમાં તો પૌષધનું મહત્ત્વ સામાયિકથી પણ અધિક અપ્રમત્તતાનું છે. પ્રશ્ન :– પ્રતિક્રમણમાં સામાયિક કરવી આવશ્યક છે? જવાબ :– સામાન્યતયા સામાયિક યુક્ત જ પ્રતિક્રમણ કરવું આગમ આશયયુક્ત છે. વિશેષ પરિસ્થિતિમાં સામાયિક વિના પણ પ્રતિક્રમણ કરી લેવું જોઇએ. અર્થાત્ સામાયિક કરવા જેટલો સમય અથવા પ્રસંગ ન હોય તો. પ્રશ્ન :– ૧૨ વ્રતધારી શ્રાવકોએ જ પ્રતિક્રમણ કરવું જોઇએ ? જવાબ :– એક વ્રતધારી અથવા ૧૨ વ્રતધારી કોઈપણ શ્રાવકને પ્રતિક્રમણ કરવામાં કોઈ વાંધો નથી. હા ! ૧૨ વ્રતધારીને યથા સમય પ્રતિક્રમણ કરવું આવશ્યક હોય છે. પ્રતિક્રમણના સ્વરૂપનું જ્ઞાન કરાવતાં કરાવતાં તેની વ્યાખ્યામાં ત્રણ વૈદ્યોનું દૃષ્ટાંત આપવામાં આવ્યું છે— ૧. પ્રથમ વૈધની દવા–રોગ હોય તો સારૂં કરે નહીંતર નવો રોગ ઉભો કરે. ૨. બીજા વૈધની દવા–રોગ હોય તો સારૂં કરે નહીંતર કંઈ ન કરે. ૩. ત્રીજા વૈધની દવા–રોગ હોય તો સારૂં કરે નહીંતર શરીરને પુષ્ટ કરે. પ્રતિક્રમણને ત્રીજા વૈધની દવાની સમાન બતાવ્યું છે. એટલે વ્રત હોય અથવા વ્રત ન હોય, અતિચાર લાગ્યા હોય અથવા ન લાગ્યા હોય પ્રતિક્રમણ કરવામાં સાંભળવામાં લાભ જ છે, હાનિ નથી. એક વાત બીજી પણ ધ્યાનમાં રાખવાની છે. જે શ્રાવકે જે હોંશથી ત્યાગ પ્રત્યાખ્યાન લીધા છે તેણે નાના મોટા બધા નિયમોની એક યાદી બનાવીને રાખવી જોઇએ અને તેને યોગ્ય સમય પર્વ દિવસોમાં ચિંતનપૂર્વક અવલોકન કરવું જોઇએ કે મારા આ બધા વ્રત પચ્ચક્ખાણનું શુદ્ધ પાલન થઈ રહ્યું છે ? જો સંભવ હોય તો પ્રતિક્રમણના સમયે કાઉસ્સગ્ગમાં પણ તેનું સ્મરણ અવલોકન કરી શકાય છે. બૃહદ્ આલોયણાની સાથે તેનું પણ વાંચન પર્વ દિવસોમાં અવશ્ય કરવું જોઇએ. પ્રશ્ન :– પ્રતિક્રમણ શું છે ? જવાબ :– પ્રતિક્રમણ, એ વ્રત શુદ્ધિની, સ્વદોષ દર્શનની, દોષાવલોકનથી ભાવ વિશુદ્ધિની અને સમભાવ વૃદ્ધિકરણની પ્રક્રિયા છે; આત્માને વ્રતોના સંસ્કારથી ભાવિત કરવાની પ્રક્રિયા છે. છદ્મસ્થ અવસ્થામાં સૂક્ષ્મ, સ્થૂલ ભૂલ થવી શક્ય છે. તેના પરિમાર્જન અવલોકનની આ પ્રશસ્ત પ્રક્રિયા છે. એવા પ્રતિક્રમણ કરનારાની સાથે બેસીને ધ્યાનપૂર્વક સાંભળવું શ્રદ્ધાને અને વ્રતરુચિને વધારનારુ થાય છે. આ શ્રવણ, આત્માને સંસ્કારિત કરવાનું માધ્યમ પણ થઈ છે. આનાથી વ્રત ધારણની પ્રેરણા પણ મળે છે. ક્યારેક કેટલાયનું સંક્ષિપ્ત રુચિથી કલ્યાણ થઈ જાય છે. જેમ કે– ભગવતી સૂત્રમાં ‘વરુણ નાગ નટુઆ’ ના મિત્રનું દૃષ્ટાંત છે. તેણે મૃત્યુ સમયમાં એટલું જ કહ્યું કે મારા ધર્મી મિત્રે જે ધર્મ સ્વીકાર ર્યો છે, તેનો હું પણ સ્વીકાર કરું છું. એટલા માત્રથી તે અનંતર ભવથી (પછીના ભવથી) મુક્ત થવા યોગ્ય બની ગયો. એટલે કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને બેકાર અથવા વ્યર્થ છે; એમ કહેવું ન જોઇએ. કારણ કે ગમે તેવી નાની ધર્મ ક્રિયા પણ કોઈના જીવનમાં મહત્ત્વશીલ વળાંક દેનારી થઈ શકે છે. એટલે પ્રતિક્રમણ કરવું અથવા સાંભળવું લાભકારી જ સમજવું જોઇએ, વ્રતધારણ ર્ષ્યા હોય કે ન ાં હોય. ધ્યાન એ રાખવું કે એકાગ્ર ચિત્તથી ભાવપૂર્વક પ્રતિક્રમણ સાંભળવું અને કરવું જોઇએ અને વ્રત ન લીધા હોય તેને લેવા માટે આત્મામાં પ્રેરણા પ્રાપ્ત કરવી જોઇએ.તથા જેમણે લીધા હોય તેમણે તેમાં ઉતરોતર પ્રગતિ કરવી જોઇએ. ભાવ આવશ્યક–પ્રતિક્રમણ . જે પાપથી પાછા વળવા માટે પ્રયત્ન કરે છે, કર્મ સંજોગે અને પરિસ્થિતિ વશ,થઈ રહેલી એકેન્દ્રિય–છકાય જીવોની વિરાધનાનો પશ્ચાતાપ કરે છે અને અનુકંપા ભાવ રાખે છે. તેનું પ્રતિક્રમણ છે. શુધ્ધ ઉચ્ચારણ અને વિધી સાથેનું આવશ્યક કરવાથી આત્મામાં એ ભાવો અવશ્ય આવે છે.અને સાંભડનારાઓ ને પણ તેનો લાભ થાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ jainology 179 આગમસાર એ સિવાય પણ જે પ્રતિક્રમણનાં ભાવોને જાણે છે, નવ તત્વને જાણે છે, ૧૮ પાપને જાણે છે. અને તેનાથી પાછા હઠવા માટે પ્રયત્નશીલ છે, તેનું પ્રતિક્રમણ છે. પ્રતિ એટલે વિરુધ્ધ અને ક્રમણ એટલે ગતિ. પાપથી વિરુધ્ધ ગતિનું લક્ષ્ય દિવસ–રાત્રિનાં દરેક સમયે અને દરેક કાર્ય કરતાં રાખવાનું છે. આજ ખરું ભાવ આવશ્યક-પ્રતિક્રમણ છે. જેમ મોક્ષ એ લક્ષ્ય છે, કોઈ વિધી કે ક્રિયાનું નામ નથી. તેમ પ્રતિક્રમણ પણ પાપથી પાછા હઠવાનું લક્ષ્યનું છે.અને તેની પુત માટે નિત્ય એ બધુ લક્ષ્ય યાદ કરી, ક્રિયા કરાય છે. પ્રતિકમણ– અસમ્યક શ્રધ્ધાનું, વિપરીત પ્રરુપણાનું, અકાર્ય કરણનું, સતકાર્ય ન કરણનું, પ્રમાદનું અને પ્રત્યાખ્યાન ભંગનું. પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત થી થતું પ્રતિક્રમણ. આલોચનાં ભૂતકાળનાં કાર્ય કરણથી પાછા હઠવું (પ્રતિક્રમણ) પ્રત્યાખ્યાન- ભવિષ્યમાં ન કરવાની પ્રતિજ્ઞા કરવી (બાધા લેવી) સંવર– વર્તમાન સમયમાં સેવન ન કરવું પ્રશ્ન :- ત્રીજા વ્રતના અતિચાર કેમ સમજવા? જવાબ - ચોરીની વસ્તુ ખરીદવામાં મોટી ચોરીની વસ્તુ સમજવી. અર્થાતુ ચોરાઉ વસ્તુ લીધી હોય, ચોરને મદદ કરી હોય, ચાવી લગાવીને તાળુ તોડીને આદિ પાંચ પ્રકારની મોટી ચોરીની વસ્તુની ખબર પડી જવાથી ઓછી કિંમતમાં મળવાથી ખરીદવી, તે ત્રીજા વ્રતના અતિચાર છે. ખબર વિના પૂરી કિંમતે ખરીદવા પર અતિચાર લાગતા નથી. પ્રશ્ન:- પાંચમા વ્રતના અતિચાર કેવી રીતે લાગે છે? જવાબ:- પાંચમા વ્રતમાં ધ્યાન ન રાખવાથી, હિસાબ ન મેળવવાથી મર્યાદા ઉલ્લંઘન થઈ જાય અથવા વારસો આદિ ધન મળી જવાથી મર્યાદા ઉલ્લંઘન થઈ જાય, પછી તેને શીધ્ર સમયની મર્યાદા કરી તેટલા સમયમાં સીમિત કરી લેવાય તો તે આ વ્રતના અતિચાર થાય છે અને જાણીને લોભ, લાપરવાહીથી મર્યાદાનું ઉલ્લંઘન કરવું; આ વ્રતના અનાચાર છે. પ્રશ્ન :- છઠ્ઠા વ્રતના અતિચાર કેવી રીતે સમજવાં? જવાબ: છઠ્ઠા વ્રતમાં શારીરિક આદિ પરિસ્થિતિઓથી અથવા ભૂલથી દિશા પરિમાણનું ઉલ્લંઘન થયું હોય તો તે અતિચાર કહેવાય છે પ્રશ્ન:- ૭મા વ્રતના અતિચાર કેવી રીતે છે? જવાબ :- સચિત્ત વસ્તુઓનું સેવન, અભક્ષ્ય અનંતકાય ભક્ષણ અને ૧૫ કર્માદાનનાં વ્યાપાર એ શ્રાવકના માટે ૭મા વ્રતના જેમ કે કોઈને મારવા પીટવા આદિના પ્રત્યાખ્યાન ન હોય તો પણ બંધે. વહે. છવિષ્ણએ. અઈભારે. ભત્તપાણવોચ્છેએ પ્રથમ વ્રતના અતિચાર છે. અર્થાત્ ત્રસ જીવની સંકલ્પપૂર્વક હિંસા કરવાનો ત્યાગ માત્ર હોવા છતાં પણ ગુસ્સામાં કોઈને નિર્દયતાથી મારપીટ કરવી આદિ તથા અધિક ભાર ભરવો આદિ, તેવિજ રીતે ૭મા વ્રતના આ અતિચારોનો ત્યાગ ન હોવા છતાં પણ શ્રાવકના આચરણ યોગ્ય ન હોવાથી તે અતિચાર તો છે જ એવું સમજીને યથાશક્તિ ત્યાગ કરવો જોઇએ. શેરડી આદિ તુચ્છ વસ્તુ નથી, ઘણાં ઉઝૂિઝત ધર્મવાળી છે. પરંતુ મધ-માંસ, ઈડા, માછલી આદિ અભક્ષ્ય; બીડી, સિગારેટ, તમાકુ આદિ તુચ્છ હેય પદાર્થ છે તથા અધિક પાપનું કારણ કર્માદાન હેય છે. તેમજ કંદમૂળ અનંતકાયના પદાર્થ પણ હેય તુચ્છ શ્રાવકને ત્યાગવા યોગ્ય છે. ૭મા વ્રતમાં મુખ્ય નવા ૨૦ અતિચારોનું કથન કરવામાં આવ્યું છે. બાકી પોતાના મર્યાદિત પદાર્થોમાં અથવા વ્યાપારોમાં કોઈ દોષ લાગે તેના અતિચાર સ્વયં સમજી લેવા જોઇએ અને જાણીને સ્વયં ભંગ કરે તો તેને અનાચાર સમજીને અલગથી આલોચના કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઇએ. અભક્ષ્ય-બીડી, સીગારેટ, ચિલમ, તમાકુ, ઈડા, માંસ, માછલી, શરાબ, ભાંગ, અફીણ ગાંજા આદિ, આ અભક્ષ્ય વસ્તુઓ છે. પ્રશ્ન:- ૧૦ માં વ્રતના અતિચારોનો શું આશય છે? જવાબ:- ૧૦મા વ્રતમાં દિશાની મર્યાદા કરી બે કરણ ત્રણ યોગથી ત્યાગ કરવામાં આવે છે. એટલે મર્યાદિત ક્ષેત્રના બહારથી (૧) સામાન મંગાવવો (૨) મોકલવો ૩) બીજાને બોલાવીને સંકેત કરવો (૪) લખીને અથવા મોઢાના ઈશારેથી સંકેત કરવો (૫) ફોન, ચિઠ્ઠી, તાર આદિ દેવા અતિચાર છે. પ્રશ્ન:- અતિચારો અને પાપોના પ્રતિક્રમણમાં શું અંતર છે? જવાબ – વ્રતોમાં લાગેલ અતિચારોનું પ્રતિક્રમણમાં મિચ્છામિ દુક્કડ લેવામાં આવે છે. જે વ્રત જાણીને ભંગ કર્યા હોય તેનું ગુરુ આદિની સમક્ષ સ્વતંત્ર આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે ત્યારે શુદ્ધિ થાય છે તથા જે પાપોનો ત્યાગ નથી, તેનું પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્ત ન થતાં ખેદ પશ્ચાત્તાપ અથવા ત્યાગનો મનોરથ અથવા ભાવના રાખવામાં આવે છે. સંક્ષેપમાં વ્રત પ્રત્યાખ્યાનના અતિચારોની શુદ્ધિ પ્રતિક્રમણથી થાય છે. શેષ અવ્રત અથવા પાપો માટે પ્રતિક્રમણથી જ્ઞાન, શ્રદ્ધાન, ત્યાગની ભાવના અથવા ખેદ પશ્ચાત્તાપ થાય છે. પ્રશ્ન :- ક્ષમાપના ભાવ ન કરવાથી શું થાય છે? જવાબ :- ક્ષમાપના ભાવ ન કરવાથી સમકિત વ્રતમાં અતિચાર લાગે છે. મુખ્ય અતિચારમાં કથન ન હોવા છતાં પરિશેષ અતિચારોમાં એને સમજવું. નારાજી, રોષ ભાવ અધિક સમય રાખવાથી અને ક્ષમાભાવ લાંબા સમય સુધી ન કરવાથી સમકિત વ્રત જ નષ્ટ થાય છે. અર્થાત્ તેને સમકિત છૂટી જઈને મિથ્યાત્વ આવે છે. તેને બાકીના ત્યાગ નિયમનું પણ કોઈ મહત્વ નથી રહેતું, આરાધના થતી નથી. ગમે તેટલું તપ નિયમ અને સંથારો કરી લ્ય, પરંતુ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે ક્ષમાપના ન કરે, કોઈને પણ શત્રુ માને અથવા રંજ રાખે તો ધર્મી અને સમદષ્ટિની ગણતરીમાં પણ તે આવતો નથી તથા સમ્યગૃષ્ટિની ગતિને પ્રાપ્ત નથી કરતો, Page #180 -------------------------------------------------------------------------- ________________ 180 આગમચાર-પૂર્વાર્ધ મિથ્યાત્વીની ગતિને પ્રાપ્ત કરે છે. એટલે કોઈપણ વ્યક્તિ પ્રત્યે રંજભાવ લાંબા સમય સુધી ન રાખવો જોઇએ, શીઘ્ર ક્ષમાભાવ ધારણ કરી લેવો જોઈએ. ૧૫ દિવસથી અધિક રંજભાવ કષાય રાખે તો સાધુત્વ રહેતું નથી. ૪ માસથી અધિક રાખે તો શ્રાવકપણું રહેતું નથી અને એક વર્ષથી અધિક રાખે તો સમકિત અથવા ધર્મીપણું પણ રહેતું નથી. તતકાલનું મિચ્છામી દુક્કડમ ઘાવ થતાં તુરંત તેને સાફ કરી પાટો બાંધી દેવામાં આવે છે અને પછી ડોકટર પાસે પહોંચાય છે. તેમાં કોઈ દોષ ધ્યાનમાં આવતાં તુરંત આત્માની સાક્ષીએ તેનું મિચ્છામી દુક્કડમ લેવું જોઈએ. જેથી ગુરુ પાસે આલોચનાં લેવા પહોંચાય ત્યાં સુધીમાં તે થોડો હળવો થઈ જાય. સતત સાવધાની અને તતકાલનાં મિચ્છામી દુક્કડમથી શ્રધ્ધા દ્રઢ થાય છે. આત્મા હળવો થાય છે. ફરીને તેવું ન થાય તે માટે સાવચેતી આવે છે. આ માટે ઇચ્છામી પડિકમણનો કાઉસગ્ગ ઈરિયાવહીનાં દોષો માટે છે તથા શ્રમણ સૂત્ર પહેલું રાત્રીવિધી નિદ્રાવિધી માટે છે. તે સિવાય પણ ફક્ત આત્માની સાક્ષીએ ભાવપૂર્વક દોષની નિંદામી ગરિહામી કરી મિચ્છામી દુક્કડમ લઈ શકાય. પાંચ શ્રમણ સૂત્ર: ભાષાનુવાદ (૧) શયન નિદ્રા પ્રતિક્રમણ પાઠ – હું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. અધિક સૂવું. જ્યારે ઇચ્છા થાય ત્યારે સૂવું અથવા વારંવાર સૂવું. બિછાના ઉપર, સૂવા, ઊઠવા, બેસવામાં, પડખું ફેરવવામાં શરીર સંકોચવામાં, પસારવામાં શું આદિનો સંઘઢો(સ્પર્શ) થવામાં, નિદ્રામાં બોલવું અને દાંત કચકચાવવામાં, છીંક અને બગાસું ખાવામાં, કોઈનો સ્પર્શ કરવામાં તથા સચિત્ત રજયુક્ત વસ્તુ, ભૂમિનો સ્પર્શ કરવામાં અતિચાર ક્ય હોય, સૂવામાં અથવા સ્વપ્નના કારણે આકુળ વ્યાકુળતા થઈ હોય, સ્વપ્નમાં સ્ત્રી વિષયક કામરાગ, દષ્ટિરાગ, મનોરાગ થયો હોય અને ખાવાપીવાના વિષયમાં અન્યથા ભાવ થયો હોય, આ અતિચારોમાંથી કોઈ અતિચાર દોષ લાગ્યો હોય તો તેના સંબંધી મારું પાપ(દુષ્કૃત્ય) નિષ્ફળ થાઓ. (ર) ભિક્ષાચરી પ્રતિક્રમણ પાઠ - હું ગોચર ચર્યા–ગાયની જેમ અનેક સ્થાનોથી થોડી-થોડી લેવાની ભિક્ષા સંબંધિત અતિચારોનું પ્રતિક્રમણ કરું છું. ગોચરીમાં આજ્ઞા વિના બંધ બારણા ખોલ્યા હોય; કુતરા, વાછરડા અને સ્ત્રીનો સંઘટ્ટો ર્યો હોય; સજાવીને રાખેલા ભોજનમાંથી ભિક્ષા લીધી હોય, પ્રક્ષેપ આદિ કરીને (અન્યનાં લાભની વચ્ચે આવી જઈને) અથવા પશુ-પક્ષીઓને દેવામાં આવતી વસ્તુની ભિક્ષા લીધી હોય, ભિક્ષાચર આદિ યાચકો અથવા શ્રમણો(સાધુઓ)ને માટે સ્થાપિત ભોજન લીધું હોય, શંકા સહિત આહાર લીધો હોય, વિચાર્યા વગર જલ્દીથી આહાર લીધો હોય, એષણા–પૂછ્યા કર્યા વગર આહાર લીધો હોય; પ્રાણી, બીજ અને વનસ્પતિ યુક્ત આહાર લીધો હોય, ભિક્ષા દીધાં પછી તેના નિમિત્તથી હાથ ધોવા આદિ આરંભ કરાય તેવી ભિક્ષા લીધી હોય, ભિક્ષા લીધાં પહેલાં તેના નિમિત્તથી આરંભ કરવામાં આવે તેવી ભિક્ષા લીધી હોય, સચિત્ત પાણીથી સ્પર્શાવેલી વસ્તુ લાવીને આપે તેવી ભિક્ષા લીધી હોય, સચિત્ત રજથી સ્પર્ધાયેલી વસ્તુને લાવીને આપે તેવી ભિક્ષા લીધી હોય, ભૂમિ ઉપર ઢોળતાંઢોળતાં દીધેલી ભિક્ષા લીધી હોય, ખાવા પીવાની વસ્તુમાંથી અયોગ્ય પદાર્થ ફેંકાતા-ફેંકાતા દેવામાં આવતી ભિક્ષા લીધી હોય, વિશિષ્ટ ખાવા લાયક પદાર્થ માંગીને લીધો હોય; ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાના ૪૨ દોષોમાંથી કોઈ દોષયુક્ત આહાર લીધો હોય, ખાધો હોય; દોષ યુક્ત આહાર જાણ્યો હોય, જાણીને પણ તેને પરઠયો ન હોય, આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર લાગ્યો હોય તો તે મારું દુષ્કૃત્ય નિષ્ફલ થાઓ. ( મિચ્છામિ દુક્કડ). (૩) સ્વાધ્યાય-પ્રતિલેખન પ્રતિક્રમણ પાઠ - હું પ્રતિક્રમણ કરું છું. ચાર કાળ એટલે દિવસના પહેલા અને છેલ્લા પહોરમાં તથા રાતના પહેલા અને છેલ્લા પહોરમાં સ્વાધ્યાય કરી ન હોય, ઉભયકાલ, બંને વખત-દિવસના પહેલા અને છેલ્લા પહોરમાં, પાત્રા, વસ્ત્ર આદિ ઉપકરણોનું પડિલેહણ કર્યું ન હોય, અથવા અવિધિથી ક્યું હોય, સ્થાન આદિનું પ્રમાર્જન ક્યું ન હોય અથવા અવિધિથી કર્યું હોય; આ અતિચારોમાંથી મને કોઈ અતિચાર–દોષ લાગ્યો હોય તો તે મારું દુષ્કૃત્ય નિષ્ફલ થાઓ. (મિચ્છામિ દુક્કડ) (૪) તેત્રીસ બોલ પ્રતિક્રમણ પાઠઃ- હું નીચેના તેત્રીસ બોલોનું) પ્રતિક્રમણ કરું છું. જેમ કે- એક પ્રકારના અસંયમનું; રાગથી અને દ્વેષથી બે પ્રકારે બંધનું; મન, વચન, કાયા, આ ત્રણ દંડોનું; માયા, નિયાણું અને મિથ્યાત્વ આ ત્રણ શલ્યનું રસ, ઋદ્ધિ, શાતા આ ત્રણ ગર્વનું; મન, વચન, કાયાની ત્રણ ગુપ્તિનું અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આ ત્રણની વિરાધનાનું પ્રતિક્રમણ કરું છું. ચાર કષાય, ચાર સંજ્ઞા, ચાર વિકથા અને ચાર ધ્યાનનું પ્રતિક્રમણ કરે છે. કાયિકી આદિ પાંચ ક્રિયા, શબ્દ આદિ પાંચ કામ ગુણ, અહિંસા આદિ પાંચ મહાવ્રત અને ઈર્ષા સમિતિ આદિ પાંચ સમિતિનું પ્રતિક્રમણ કરું છું. છ કાય અને છ વેશ્યા, ૭(સાત) ભય અને ૮(આઠ) મદનું પ્રતિક્રમણ કરું છું. આવી રીતે નવ બ્રહ્મચર્યની વાડ, દસ યતિધર્મ, ૧૧-શ્રાવક પડિમા, ૧૨-ભિક્ષુ પડિમા, ૧૩–ક્રિયા સ્થાન, ૧૪-જીવના ભેદ, ૧૫–પરમાધાર્મિક દેવ. ૧-સૂયગડાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના અધ્યયન, ૧૭–અસંયમ. ૧૮-અબ્રહ્મચર્ય, ૧૯-જ્ઞાતાસૂત્રના અધ્યયન. ૨૦-અસમાધિ સ્થાન. ૨૧-સબલ દોષ, રર- પરીષહ, ૨૩–સૂયગડાંગસૂત્રના કુલ અધ્યયન. ૨૪-ચાર જાતિના દેવના ભેદ, ૨૫ 1, ૨-ત્રણ છેદ સૂત્ર (દશા, કષ્પ, વ્યવહાર)ના અધ્યયન, ૨૭–અણગારના ગુણ. ૨૮-આચાર પ્રકલ્પ, ૨૯-પાપ સૂત્ર, ૩૦- મહામોહનીયના બંધ સ્થાન, ૩૧-સિદ્ધોના ગુણ, ૩ર–યોગ સંગ્રહ. ૩૩– આશાતના. આ ઉપરના બોલોમાંથી જાણવા યોગ્ય જાણ્યા ન હોય, આદરવા યોગ્ય આદર્યા ન હોય અને ત્યાગ કરવા યોગ્યનો ત્યાગ ન ક્ય હોય તો તે સંબંધી મારું –તમારું પાપ મિથ્યા થાઓ. ( મિચ્છામિ દુક્કડ). નોંધ:- આ તેત્રીસ બોલોનો વિસ્તાર અન્યત્ર સારાંશ માં જુઓ. પાના નં ૨૪૭. Page #181 -------------------------------------------------------------------------- ________________ jainology 181 આગમસાર (૫) નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન, નમન, પ્રતિક્રમણ પાઠ (નમો ચઉવીસાએ) – હું ઋષભદેવથી લઈને મહાવીર પ્રભુ સુધીના ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરું છું. આ નિગ્રંથ પ્રવચન જ સત્ય, અનુત્તર, અદ્વિતીય (અજોડ), પ્રતિપૂર્ણ, મોક્ષમાં લઈ જનારું સર્વતઃ શુદ્ધ છે. માયા, નિયાણું અને મિથ્યાદર્શન; આ ત્રણ શલ્યને છેદનારું(નાશ કરવાવાળું) છે. આ સિદ્ધિ, મુક્તિ, નિર્માણ-મોક્ષ, નિર્વાણ-શાંતિનો માર્ગ છે. આ સત્ય, અવિચ્છિન્ન અને સર્વ દુઃખોનો નાશ કરવાનો માર્ગ છે. આ નિગ્રંથ પ્રવચનમાં સ્થિત મનુષ્ય, સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિવૃત્ત થાય છે તથા સર્વ દુઃખોનો અંત કરે છે. હું આ નિગ્રંથ ધર્મ પર શ્રદ્ધા. પ્રતીતિ અને રુચિ કરું છે. એનું આચરણ અને અનપાલન કરું છું. અને રુચિ કરતાં, એનું પાલન અને અનુપાલન કરતાં, આ નિગ્રંથ ધર્મની આરાધનાને માટે હું તત્પર થાઉં છું, વિરાધનાથી વિરમું છું. હું અસંયમ, અબ્રહ્મચર્ય, અકલ્પ, અજ્ઞાન, અક્રિયા, મિથ્યાત્વ, અબોધિ અને અમાર્ગનો ત્યાગ કરું છું તથા સંયમ, બ્રહ્મચર્ય, કલ્પ, જ્ઞાન, ક્રિયા, સમ્યકત્વ બોધિ અને સન્માર્ગનો સ્વીકાર કરું છું. જે અતિચારોની સ્મૃતિ રહિ, જેની વિસ્મૃતિ થઈ, જેનું પ્રતિક્રમણ ર્ક્યુ, જેનું પ્રતિક્રમણ ન ક્યું, તે સંબંધી સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું.. હું શ્રમણ છું, સંયત અને વિરત છું. મેં ગયા કાળના પાપોની આલોચના કરી છે અને ભવિષ્યમાં પાપકર્મો ન કરવાના પ્રત્યાખ્યાન ર્યા છે. હું નિયાણાથી મુક્ત, દષ્ટિ સંપન્ન અને કપટ તથા જુકનો ત્યાગ કરનારો છું. અઢીદ્વીપ, બે સમુદ્ર અને પંદર કર્મભૂમિઓમાં હું મુહપત્તિ, રજોહરણ, ગુચ્છો અને પાત્રને ધારણ કરનારા, પાંચ મહાવ્રતને ધારણ કરનારા, અઢાર હજાર શીલાંગ (શીલ)ગુણોને ધારણ કરનારા, અક્ષત આચાર અને ચારિત્ર ધારણ કરનારા જે સાધુ છે, તે બધાને મનની એકાગ્રતાપૂર્વક મસ્તક નમાવીને(હાથ જોડીને)વંદન કરું છું. સામાયિક સૂત્ર ભાષાનુવાદ નમસ્કાર મંત્ર – અરિહંતોને મારા નમસ્કાર હોજો. સિદ્ધોને મારા નમસ્કાર હોજો. આચાર્યોને મારા નમસ્કાર હોજો. ઉપાધ્યાયોને મારા નમસ્કાર હોજો. લોકમાનાં બધા સાધુઓને મારા નમસ્કાર હોજો. આ પંચ પરમેષ્ટિને કરાયેલા નમસ્કાર બધા પાપોનો નાશ કરનાર છે અને તે બધા મંગલોમાં પ્રથમ મંગલ છે. ગુરુવંદનાનો પાઠ ( તિબ્બત્તો):- હે ભગવાન! હું આપની જમણી બાજુથી ત્રણ વાર પ્રદક્ષિણા કરું છું, વંદના કરું છું, નમસ્કાર કરું છું, સત્કાર કરું છું, સન્માન આપું છું, ભગવાન આપ કલ્યાણ રૂપ છો, આપ મંગલરૂપ છો, આપ દેવરૂપ છો, આપ જ્ઞાનવંત છો, હે ભગવાન હું આપની સેવામાં બેસું છું અને મસ્તક નમાવીને વંદન કરું છું. વિધિઃ- ગુરુ મહારાજની તરફ મોઢું રાખીને સીધા ઊભા રહેવું અથવા પૂર્વ તથા ઉત્તર દિશામાં અરિહંત અથવા સિદ્ધ ભગવાનની સ્મૃતિ કરી તેમની તરફ મુખ કરી ઊભા રહેવું. પછી તેમની સામે હાથ જોડીને મસ્તકની જમણીથી ડાબી તરફ હાથોને ફેરવતાં ત્રણવાર આવર્તન કરવું, પછી વિનયયુક્ત ઘૂંટણો અને પંજાના બળે બેસીને (સક્કારેમિ થી પજુવાસામી સુધી બોલીને) ગુણકીર્તન કરવું. પછી “મર્થીએણે વંદામિ' બોલતી વખતે કમર વાળીને પંચાંગથી નમસ્કાર કરવા. અર્થાત્ બે ઘૂંટણ બે હાથ અને મસ્તક ભૂમિ પર લગાવીને પૂર્ણ વંદના કરવી. ગમનાગમન અતિચાર શુદ્ધિનો પાઠ (ઈરિયાવહી):- હે ભગવાન હું ઈર્યાપથિકી વિરાધનાનું પ્રતિક્રમણ કરવા ઇચ્છું છું. માર્ગમાં ગમનાગમન કરતાં કોઈ પ્રાણીને કચર્યા હોય, કોઈ બીજને કચર્યા હોય, કોઈ લીલી વનસ્પતિને કચડી હોય, જાકળ ઓસ, કીડીના દર, ફુગ, પાણી, માટી (સચિત્ત) અને મકડીના જાળાને કચડ્યા હોય અને જે મેં એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય પ્રાણીઓની વિરાધના કરી હોય. જેમ કે ૧. સન્મુખ આવતા હણ્યા હોય ૨. ધૂળ આદિથી ઢાંક્યા હોય ૩. મસળ્યા હોય ૪. એકઠાં ક્ય હોય છે. સ્પર્શયા હોય ૬. કષ્ટ પહોંચાડ્યું હોય ૭. વધારે કષ્ટ પહોંચાડ્યું હોય ૮. ભયભીત ક્ય હોય ૯. એક સ્થાનેથી બીજા સ્થાને રાખ્યા હોય ૧૦. જીવનથી રહિત કર્યા હોય, તો તેનું પાપ મારા માટે નિષ્ફળ હોજો. (તે કાર્યને માટે હું ખેદ અનુભવું છું. તેવા કાર્યની નિંદા કરું છું.) કાઉસ્સગ્ન કરવાનો પાઠ (તસ્સ ઉત્તરી) : હે ભગવાન! તે પાપ યુક્ત આત્માને શ્રેષ્ઠ બનાવવા માટે, પ્રાયશ્ચિત્ત કરવા માટે, વિશુદ્ધ કરવા માટે, શલ્યોથી રહિત કરવા માટે અને પાપોનો નાશ કરવા માટે હું કાઉસ્સગ્ન કરું છું. કાઉસ્સગ્નમાં શ્વાસ લેવો, છોડવો, ઉધરસ આવવી, છીંક આવવી, બગાસું આવવું, ઓડકાર આવવો, વાયુ છૂટવો, ચક્કર આવવા, મૂછ આવવી, થોડા અંગોનું હલવું, થોડો કફ ચાલવો, થોડી આંખ હલવી. આદિનો મારે આગાર છે. એવું થવાથી મારો કાઉસ્સગ્ગ ખંડિત અથવા વિરાધિત થશે નહીં. એના સિવાય જ્યાં સુધી હું "નમો અરિહંતાણં" એમ બોલીને કાઉસ્સગ્ન ન પાળું ત્યાં સુધી મારું શરીર સ્થિર કરીને વચનથી મૌન રહીને અને મનને શુભ ધ્યાનમાં એકાગ્ર કરી પોતાના આ શરીરને વોસિરાવું છું. અર્થાત્ એનું મમત્વ ત્યાગીને કાઉસ્સગ્ન કરું છું. ૨૪ જિન સ્તુતિનો પાઠ (લોગસ્સ): લોકમાં ઉદ્યોત કરનારા, ધર્મ તીર્થની સ્થાપના કરનારા, રાગદ્વેષને જીતનારા, ૪ ઘાતી કર્મોનો નાશ કરનારા, ચોવીસ કેવળજ્ઞાની તીર્થકરોની હું સ્તુતિ કરીશ. શષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ જિનેશ્વરને હું વંદન કરું છું. સુવિધિ(પુષ્પદંત), શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ જિનેશ્વરને હું વંદન કરું છું. કંથ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, અરિષ્ટનેમિ, પારસ, વર્ધમાન જિનેશ્વરને હું વંદન કરું છું. આ પ્રકારે મારા દ્વારા સ્તુતિ કરાયેલ, કર્મ રૂપી રમેલ રહિત તથા જન્મ મરણથી મુક્ત ચોવીસ જિનેશ્વર તીર્થકર ભગવાન મારા પર પ્રસન્ન થાઓ. Page #182 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 182 જેનું કીર્તન, વંદન અને ભાવપૂજન ક્યું છે, જે લોકમાં ઉત્તમ છે, તે સિદ્ધ ભગવાન ! મને ભાવ આરોગ્ય, શુદ્ધ સમ્યક્ત્વ લાભ અને શ્રેષ્ઠ સમાધિ ભાવ આપો.(તમારા ગુણોનું આલંબન લેતાં મને એ ભાવોની પ્રાપ્તિ થાય.) ચંદ્રથી પણ અધિક નિર્મળ, સૂર્યથી પણ અધિક પ્રકાશ કરનારા મહાસમુદ્રની સમાન ગંભીર ભગવાન ! મને મોક્ષની સિદ્ધિ અને મોક્ષમાર્ગ દેખાડનારા છો . સામાયિક વ્રત લેવાનો પાઠ (કરેમિ ભંતે) :– ભગવાન ! હું સામાયિક વ્રત ગ્રહણ કરું છું, પાપ કાર્યોનો ત્યાગ કરું છું. બે ઘડી માટે અને તે ઉપરાંત ન પારું ત્યાં સુધી હું આપની સેવામાં બેસું છું. હું પાપકાર્યોને મન, વચન અને કાયાથી કરીશ નહિ અને કરાવીશ નહિ તથા વચન અને કાયાથી અનુમોદના પણ કરીશ નહી.હું પૂર્વકૃત પાપ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થાઉં છું. હૃદયથી તે કાર્યોને ખરાબ સમજું છું. તેની ગર્હા કરું છું, આ રીતે મારા આત્માને પાપ ક્રિયાથી અલગ કરું છું. સિદ્ધ સ્તુતિનો પાઠ (નમોત્થણું) : અરિહંત ભગવંતોને મારા નમસ્કાર હો. જે ધર્મની આદિ કરનારા છે, ચાર તીર્થની સ્થાપના કરનારા, સ્વયં બોધ પામેલા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધ હસ્તી સમાન છે, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકનું હિત કરવાવાળા, લોકમાં દીપક સમાન, લોકમાં ઉદ્યોત કરનારા છે. જીવોને અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્રને દેનારા, મોક્ષ માર્ગના દાતા, શરણ દેનારા, સંયમ રૂપી જીવનના દેનારા, સમ્યક્ત્વ લાભના દેનારા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી છે. ચાર ગતિનો અંત કરનારા શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી છે. દ્વીપ સમાન, રક્ષક રૂપ, શરણભૂતને આધાર ભૂત છે. બાધા રહિત શ્રેષ્ઠ કેવળજ્ઞાન, કેવળદર્શનને ધારણ કરવાવાળા, છદ્મસ્થ અવસ્થાથી રહિત, સ્વયં રાગદ્વેષને જીતનારા, અન્યને જીતાડનારા, સ્વયં સંસાર તરેલા, બીજાને તારનારા, સ્વયં બોધ પામેલા અને બીજાને બોધ દેનારા, સર્વ કર્મબંધનથી મુક્ત અને બીજાને મુક્ત કરાવનારા, સર્વજ્ઞ સર્વદર્શી છે. જે કલ્યાણ સ્વરૂપ, સ્થિર, રોગ રહિત, અંત રહિત, ક્ષય રહિત, બાધા રહિત, પુનરાગમન રહિત એવા સિદ્ધ ગતિ નામના સ્થાનને પામી ગયા છે, ભયને જીતી ચૂક્યા છે, તે જિનેશ્વર સિદ્ધ ભગવાનને મારા નમસ્કાર હોજો. તથા આ ગુણોથી યુક્ત જે અરિહંત ભગવાન સિદ્ધ ગતિના ઇચ્છુક છે, તેમને પણ મારા નમસ્કાર હોજો. સામાયિક પાળવાનો પાઠ (એયસ્સ નવમસ્સ) આ નવમા સામાયિક વ્રતના પાંચ અતિચાર જાણવા યોગ્ય છે, પરંતુ આચરણ કરવા યોગ્ય નથી. તે આ પ્રકારે છે. તેની આલોચના કરું છું. (૧) સામાયિકના સમયે મનમાં અશુભ ચિંતન ર્ક્યુ હોય. (૨) અયોગ્ય વચન બોલ્યા હોય. -: (૩) કાયાથી અયોગ્ય કાર્ય ર્યું હોય (૪) સામાયિકને અથવા સામાયિક લેવાના સમયને ભૂલાઈ જવાયું હોય. (૫) સામાયિકને અનવસ્થિત રૂપથી કરી હોય. નિયમોનું બરાબર પાલન ન ક્યું હોય તો તે મારું પાપ નિષ્ફળ થાઓ. સામાયિકને (મન,વચન,કાયાથી,ભાવથી)સમ્યક્ સ્પર્શ ક્યોં ન હોય, પાલન ન ક્યું હોય, શુદ્ધતાપૂર્વક ન કરી હોય, તેને પૂર્ણ ન ર્ક્યુ હોય, કીર્તન ક્યું ન હોય, આરાધના કરી ન હોય, આજ્ઞા અનુસાર પાલન ન ક્યું હોય તો તેનાથી થનારું મારું પાપ નિષ્ફળ થાઓ. ન સામાયિકના ૩૨ દોષ મનના ૧૦ દોષ : (૧) અવિવેક :– સામાયિકમાં આહાર, ભય, મૈથુન, પરિગ્રહનો સંકલ્પ કરવો, વિવેક (ઉપયોગ) રાખ્યા વિના સામાયિક કરવી. (૨) યશકિર્તી :– યશને માટે સામાયિક કરવી. (૩) લાભાર્થે :– ધન, પુત્ર આદિ લાભ માટે સામાયિક કરવી. (૪) ગર્વ :– ઘમંડમાં આવીને સામાયિક કરવી. સામાયિકમાં ગર્વ કરવો. (૫) ભય :– કોઈના ડરથી અથવા દબાણથી સામાયિક કરવી. (૬) નિદાન :– સામાયિકના ફળથી પરભવમાં ભૌતિક સુખ પ્રાપ્તિનો સંકલ્પ કરવો. (૭) સંશય :– સામાયિકના ફળમાં સંદેહ રાખવો. (૮) રોષ :– સામાયિકમાં ગુસ્સો કરવો, કષાય કરવો. = (૯) અવિનય :– સામાયિકમાં દેવ ગુરુનો બરાબર વિનય ન કરવો. (૧૦) અબહુમાન :– સામાયિક પ્રત્યે હૃદયમાં આદરભાવ ન રાખવો. વચનના ૧૦ દોષ ઃ- - (૧) કુવચન :– ખરાબ શબ્દો બોલવા, કર્કશ—કલેશકારી ભાષા બોલવી . (૨) સહસાકાર :–(ઓચિંતું .)વગર વિચાર્યું બોલવું. (૩) સ્વછંદ :– સાંસારિક ગીત અથવા અશ્લીલ શબ્દ, સિનેમાનાં ગીત આદિ બોલવા. (૪) સંક્ષેપ :– સામાયિકના પાઠ આદિને સંક્ષેપ કરી બોલવા. (૫) કલહ :– ક્લેશકારી વચન બોલવા, કલહ કરવો. Page #183 -------------------------------------------------------------------------- ________________ jainology | : (૬) વિકથા :– દેશકથા, રાજકથા, સ્ત્રીકથા, આહાર કથા કરવી, અથવા એ વિકથાયુક્ત પત્રિકા, સમાચાર પત્ર આદિ વાંચવા. (૭) હાસ્ય :– હાંસી મજાક કરવી, અન્યને હસાવવા. = (૮) અશુદ્ધિ :− સામાયિકના પાઠને અશુદ્ધ બોલવા,અથવા સામાયિકમાં અકલ્પનીય ભાષા બોલવી જેમ કે અવ્રતીને આવો, પધારો, જાઓ, આદિ આદર, આદેશ સૂચક શબ્દ બોલવા અથવા સાવધ વચન બોલવા. (૯) નિરપેક્ષ – મારે સામાયિક છે, એની સાવધાની રાખ્યા વિના બોલવું. = (૧૦) મુણમુણ :– સ્પષ્ટ ઉચ્ચારણ ન કરવા, ભમરાની જેમ ગણગણાટ કરીને બોલવા . બીજાને ખલેલ પહોંચાડવી . (મનોવર્ગણા ચાર ફરસી, બોલાતી ભાષા ચાર ફરસી અને શબ્દનાં પુદગલ આઠ ફરસી હોય છે. ફરસ એટલે સ્પર્શ .) મનોવર્ગણા કરતાં શબ્દ પુદગલ બાદર છે. શબ્દ પુદગલોની ચૂર્ણિ(ભુક્કો,ઘોંઘાટ) ફેલાવી બીજાની મનોવર્ગણા(મનનાભાવ,વિચાર) માં વિક્ષેપ કરવો કે તોડવી. કાયાના ૧૨ દોષ : (૧) કુઆસન :– પગ પર પગ રાખીને અથવા પગ ફેલાવીને બેસવું, અર્થાત્ અભિમાન અથવા અવિવેકપૂર્ણ આસનથી બેસવું. (૨) ચલાસન :– આસન સ્થિર ન રાખવું, ખાસ કારણ વિના અહીં તહીં ફરતાં રહેવું. (૩) ચલદષ્ટિ :– જ્ઞાન ધ્યાનમાં એકાગ્ર ન થતાં અહીં—તહીં જોતાં રહેવું. (૪) સાવધ ક્રિયા :– સ્વાધ્યાય, ધર્મધ્યાન, આદિ ધાર્મિક કાર્ય સિવાય અન્ય ગૃહ કાર્ય અથવા સમાજ કાર્ય કરવું. (૫) આલંબન :– ઓઠીંગણ લઈને બેસવું અથવા ઊભા રહેવું. 183 (૬) આકુંચન પ્રસારણ :– વારંવાર હાથપગ આદિને અકારણ લાંબા ટૂંકા કરવા.(૭) આળસ :– આળસ કરવી, સુસ્ત બેસવું. (૮) મોડન :– આંગળી આદિના ટાચકા ફોડવા. (૯) મલ :– શરીરના કોઈ અવયવનો મેલ ઉતારવો. - (૧૦) વિમાસણ :– આર્તધ્યાન કરવું, શોકાસનથી બેસવું અથવા સામાયિકમાં જોયા વિના, પૂંજ્યા વિના હાલવું, * ચાલવું તથા ખંજવાળવું. (૧૧) નિદ્રા - સામાયિકમાં સૂવું અથવા બેઠા બેઠા નિદ્રા લેવી. (૧૨) વૈયાવચ્ચ ઃ- શરીરની સેવા સુશ્રુષા કરવી અથવા કરાવવી. = = " ' આગમસાર સામાયિકના વિધિ દોષોનું જ્ઞાન અવશ્ય કરવું જોઇએ. ઇમાનદારીથી બધા દોષોથી રહિત સામાયિક કરવી જોઇએ. સામાયિકના ૩૨ દોષની ગાથાઓ :– અવિવેક જસોકિત્તી, લાભત્થી ગવ્વ ભય નિયાણસ્થિ .—સંસય રોસ અવિણઉ, અબહુમાણએ દોસા ભણિયવ્વા ।૧। કુવચન સહસાકારો, સચ્છંદ સંખેવ કલહં ચ .—વિકહા વિહાસો અસુદ્ઘ, નિરવેો મુણમુણા દોસાદસ || કુઆસણું ચલાસણું ચલદેિઠ્ઠી, સાવકેિરિયા લંબણાકુંચણ પસારણ . –આલસ મોડણ મલ વિમાસણું, નિદ્દા વૈયાવચ્ચ ત્તિ બારસ કાયદોસા II સામાયિકમાં કોઈપણ દોષ ન લાગે એવી લગની રાખવી જોઇએ. સામાયિકમાં સમય માત્ર પણ પ્રમાદ ન કરવો જોઇએ. સમાચાર પત્ર અથવા નવલકથા ન વાંચવી જોઇએ. સામાયિકમાં આત્મચિંતન અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું જોઇએ અથવા ઉપદેશ,ધર્મની વાર્તા સાંભળવી જોઇએ. સામાયિકમાં અધિકતમ મૌન રાખવું જોઇએ. દોષ રહિત સામાયિક કરવાથી જ શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. લાખ ખાંડી સોના તણું, લાખ વર્ષ દે દાન.- સામાયિક તુલ્ય આવે નહીં, એમ ભાખ્યું ભગવાન. ૨૪ કલાકમાંથી એક કલાક કાઢીને પ્રતિદિન સામાયિક અવશ્ય કરવી જોઇએ. પ્ર. :– વંદના કરતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઇએ ? જવાબ :- - (૧) ઉત્તરાસંગ અથવા રૂમાલ આદિ મોઢા પાસે રાખવો જોઇએ (૨) ઓછામાં ઓછા ત્રણ ચાર હાથ દૂર ઉભા રહીને વંદના કરવી જોઇએ (૩) આંખ અહીં તહીં ન ફેરવતાં ગુરુની સામે એકાગ્ર દૃષ્ટિ રાખવી જોઇએ. (૪) વ્યાખ્યાન આદિ પ્રસંગમાં મૌનપૂર્વક વંદના કરવી જોઇએ (૫) ઊંચા સ્વરથી ન બોલતાં મંદ સ્વરથી બોલી વંદના કરવી જોઇએ. જ્યાં બોલવાથી કોઈના કાર્યમાં બાધા પહોંચે તો મૌનપૂર્વક વંદના કરવી જોઇએ.(૬) આપણાં નખ, પસીનો, ગુરુને ન લાગે એવી રીતે હળવા હાથે ચરણ સ્પર્શ કરવો જોઇએ. જો વચમાં કોઈ બેઠા હોય અથવા અધિક સંખ્યા હોય તો દૂરથી જ વંદના પૂર્ણ કરી લેવી જોઇએ. પ્ર. :– ૧૦ વિરાધના કઈ છે ?(ઇરિયાવહિના પાઠમાં આવતી અભિહયા, વતિયા, લેસીયા, સંઘાઇયા, સંઘક્રિયા આદિ) જવાબ :– ૧. સન્મુખ આવતાં જીવને કષ્ટ પહોંચાડ્યું હોય ૨. ધૂળ આદિથી ઢાંક્યા હોય ૩. મસળ્યા હોય ૪. એકઠાં ર્યા હોય ૫. સ્પર્ધા હોય ૬. પરિતાપ પહોંચાડયો હોય. ૭. કિલામના પહોંચાડી હોય ૮. ભયભીત ર્યા હોય ૯. એક સ્થાનથી બીજા સ્થાન પર રાખ્યા હોય ૧૦. જીવનથી રહિત ર્યા હોય. પ્ર. :- સામાયિક કરવાથી શું-શું લાભ છે ? જવાબ: (૧) એક મુહૂર્તને માટે હિંસા આદિ ૧૮ અઢારેય પાપ છુટી જાય છે.(૨) સંસારના અનંત પ્રાણીઓને અભયદાન મળે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 184 (૩) સાંસારિક જીવનથી વિશ્રાંતિ મળે છે. (૪) શાંતિ અને સમભાવની પ્રાપ્તિ થાય છે. (૫)એક મુહૂર્ત સુધી ધાર્મિક અભ્યાસ, ચિંતન, મનન, શાસ્ત્રશ્રવણ, વાંચન તથા સાધુ-સાધ્વીની સેવાનો ઉપાસનાનો લાભ મળે છે. (૬) જેનાથી આપણી ધાર્મિક રુચિ, વૈરાગ્ય જ્ઞાનની વૃદ્ધિ થાય છે. (૭) કેટલાય પ્રકારના જ્ઞાન વાંચવા અને સાંભળવા મળે છે. (૮) જેનાથી ક્લેશ કષાય છૂટે છે. (૯) ધન, પરિગ્રહની અને વિષય સુખની આસક્તિ છૂટે છે. (૧૦) સામાયિકમાં પાપનું સેવન છટી જવાથી ઘણાં નવા કર્મનો બંધ અટકી જાય છે. (૧૧) જ્ઞાન ધ્યાન આદિથી જુના પાપ કર્મનો પણ નાશ થાય છે. (૧૨) જેથી આત્મા હળુકર્મી બને અને નવા-નવા વ્રત લેવાની ભાવના થાય. એટલે દરરોજ ઓછામાં ઓછી એક સામાયિક અવશ્ય કરવી જોઇએ. કરેમિ વંદામિ ખામેમિ વિહરામિ પજુવાસામિ વોસિરામિ નમસ્યામિ સક્કરેમિ સન્મામિ ઈચ્છામિ મિચ્છામિ ગરહામિ. મિ- આ એક અગત્યનો અક્ષર જૈન ચારિત્ર ધર્મનો પ્રાણ છે. તેનો અર્થ છે હું, અન્ય કોઈ નહિં પણ હું પોતેજ સ્વયં. જે કાંઈ કરીશ કે કરવાનું છે તે મારે પોતાનેજ, મારા પ્રયત્નથી, મારા આત્માની સાક્ષીએ, મનેજ કરવાનું છે. કોઈ અન્ય કરશે એ જ્ઞાન નથી. હું ઉપાશ્રયો કે દેવાલયો બનાવીશ અને અન્ય કોઈ ત્યાં ધર્મ કરશે, જેનો લાભ મને મળશે આ પારકી આશ છે. કદાચ અન્ય કોઈ ત્યાં કરણી કરશે તો પણ તેથી ફરીને ધર્મ સન્મુખ થવાય તેવું પૂણ્ય બંધાશે, આજથી પૂર્વે જીવ એટલી વખત ધર્મસન્મુખ થઈ આવ્યો કે મુહપતિ રજોહરણના મેરુ સમ ઢગલા કર્યા અને અત્યારે પણ ધર્મ સમ્મુખ તો છીએ. તો પછી હવે પછીના ભાવ પર શા માટે રાખવું? બચેલું અલ્પ આયુષ્ય પણ તેના માટે ઓછું નથી. રાજા પ્રદેશી કે જેના હાથ હંમેશા લોહીથી ખરડાયેલા રહેતા તેણે ફકત ૩૯ દિવસની કરણીથી મોક્ષની સાધના સફળતાથી કરી, એકભવધારી થયો. પોતાના કર્મ સ્વયં પોતેજ ભોગવવાના છે. ચાહે તેની નિર્જરા કરવામાં આવે કે ઉદીરણા. પૂણ્યનો બંધ કરતા કર્મનો હિસાબ સરભર નથી થતો.જો એવું હોત તો ચક્રવતિના પૂણ્યના કારણે તેના ઘણા કર્મોની બાદબાકી થઈ જાત.પણ એવું નથી, મહા પૂણ્યશાળી તિર્થકરોને પણ કર્મ નિર્જરા કરવી જ પડે છે. તેમાં અન્ય કોઇ ભાગ નથી પડાવતું. ભલે ચાહે પૂણ્યનો જથ્થો મોટો હોય. જયાં ચાહ ત્યાં રાહ. આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ સંસારમાં કેટલાય લોકો ધર્મ અને મોક્ષને માટે છકાયના જીવોની હિંસા ર્યા કરે છે. પરંતુ એ હિંસા તેમના માટે અહિતકારક હોય છે અને તેમને બોધિ પ્રાપ્તિ દુર્લભ થાય છે. અર્થાત્ કોઈપણ પ્રકારે, કોઈપણ ઉદ્દેશ્યથી કરવામાં આવેલ હિંસા અહિતકારક તો હોય છે પરંતુ ધર્મ અને મોક્ષ થાય તેવી બુદ્ધિથી જે હિંસાની પ્રવૃત્તિઓની વૃદ્ધિ કરે તો ભવિષ્યમાં તેમને માટે ધર્મની પ્રાપ્તિ થવી પણ દુર્લભ બને છે. આવું કથન અનેક વખત. અલગ-અલગ પ્રસંગોમાં આચારાંગ સૂત્રના એક જ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. મુખ વસ્ત્રિકાને બાંધવી અને હાથમાં રાખવી આ વિષયમાં આગમ આશય શું છે તથા પ્રાચીન પદ્ધતિ કઈ હતી? (૧) ઉઘાડા મોંએ બોલવું, મુખવસ્ત્રિકાથી મુખને ઢાંક્યા વિના બોલવું, એ સાવધ ભાષા છે. આ પ્રકારે બોલવું કોઈપણ સાધુ સાધ્વીને કલ્પે નહીં. આ તત્ત્વમાં મંદિર માર્ગીઓ તથા સ્થાનકવાસીઓ એક મત છે. (૨) મુખવસ્ત્રિકા એ સાધુનું આવશ્યક ઉપકરણ છે, જેનું પ્રયોજન જીવ રક્ષા કરવાનું મુખ્યપણે છે અને મુનિપણાનું પણ આ આવશ્યક અંગ ગણાય છે. અચેલ વસ્ત્ર રહિત રહેનારા સાધુઓને માટે પણ મુખવસ્ત્રિકા અને રજોહરણ આવશ્યક માનવામાં આવ્યા છે. મુખવસ્ત્રિકા બાંધનારા સાધુઓની મુખવસ્ત્રિકા મુનિલિંગના રૂપમાં સ્પષ્ટ ઉપયોગમાં આવે છે અને મુનિલિંગ રૂપમાં દેખાય પણ છે શ્રાવકોને પણ એ જ્યારે બાંધેલી હોય છે ત્યારે પોતે સંવર–ધર્મક્રિયામાં છે તેની પ્રતિતી રહે છે. પરંતુ મુખ પર ન બાંધીને હાથમાં રાખવાથી એ રૂમાલ જેવી લાગે છે અથવા ચોલપટ્ટકમાં લટકાવી દેવાથી તો ઘણીવાર તે દેખાતી પણ નથી અને ઘણી વખત સાધુઓને તે શોધવા જાય તોય ક્યાંય પોતાની મુહપત્તિ જડતી નથી, જે સ્પષ્ટપણે સાધુપણાની ઉપેક્ષાનું કર્તવ્ય છે જે મુખવસ્ત્રિકા માં પર ન બાંધવાથી થાય છે. (૩) જીવરક્ષાનો તથા ઉઘાડા મોઢે નહીં બોલવાનો જે ભગવતી સૂત્રનો સર્વમાન્ય એકમત સિદ્ધાંત છે, તેનું પાલન પણ મુખવસ્ત્રિકાને હાથમાં રાખીને થતું નથી. પ્રમાણ માટે આ એક સત્ય વાત છે કે આજે લગભગ ૬૦૦૦ સાધુ સાધ્વી એવા છે, જે મુખ પર મુહપત્તિ બાંધવાના બદલે હાથમાં રાખે છે અને તેમાંથી કદાચ એક પણ સાધુ કે સાધ્વી એવા નહી હોય જેમણે પોતાના પૂરા દીક્ષાકાળમાં ક્યારે ખુલ્લા મ્હોંએ વાત ન કરી હોય અને આમ ભગવતીના એ સર્વમાન્ય સિદ્ધાંતનું ઉલ્લંઘન ન કર્યું હોય. બસ આ જ પરિણામ પુરવાર કરે છે કે મુખવસ્ત્રિકા હો પર બાંધવાથી જ સિદ્ધાંતની સાચી રક્ષા સંભવી શકે. એટલે મુખવસ્ત્રિકા ને મ્હોં પર બાંધવી એ આગમ સંમત તથા આગમ આજ્ઞાપોષક પદ્ધતિ છે અને હાથમાં રાખવી એ આગમ આજ્ઞા વિરુદ્ધ પ્રવૃત્તિ છે, આ ઉક્ત પરિણામથી સ્વતઃ સિદ્ધ થાય છે. જો દોરાનો ઉપયોગ ન કરવો હોય તો પુજા વખતે જેમ રુમાલ બાંધવામાં આવે છે તેમ રુમાલ બાંધીને બોલવું જોઇએ કે હાથમાંની મુહપતિ આડી ધરીને બોલવું જોઇએ પણ ઉગાડે મોઢેતો નહિં. Page #185 -------------------------------------------------------------------------- ________________ jainology | આજે પણ સેંકડો સાધુ અને કેટલાય આચાર્યો ‘ઉઘાડા મ્હોંએ ન બોલવું’ એ વાત સ્વીકારે છે અને તેનું પાલન નથી થઈ શકતું તેમ સ્વીકારે પણ છે. વિષય છે ખુલ્લા મોઢે ન બોલવાનો, જેને પ્રાચીન મંદિર માર્ગી આચાર્યોએ અનેક ગ્રંથોમાં સ્વીકારેલ છે અને આજે પણ પ્રત્યક્ષ સેંકડો સાધુ સ્વીકારે છે. (૪) મુખવસ્ત્રિકા બાંધવાથી સંમૂર્ચ્છિમ જીવોની હિંસાનું કથન પણ અસંગત છે. કેમ કે મુહપત્તિ બાંધવાથી આગમ સિદ્ધાંતનું પાલન પણ થાય છે અને સંમૂર્ચ્છિમ જીવ પણ ઉત્પન્ન થતા નથી; કેમ કે તે મુહપત્તિ હંમેશાં મોઢા પર બાંધેલી જ રહે છે. શરીરની ઉષ્માથી જો ચાદર—ચોલપટ્ટામાં પણ સંમૂર્ચ્છિમ જીવ ઉત્પન્ન ન થાય તો, તેજ પ્રમાણે શરીરની ઉષ્માને કારણે મુહપત્તિમાં પણ સંમૂર્છિમ જીવ ઉત્પન્ન ન થાય તેમ માનવું આવશ્યક છે. પરંતુ મુહપત્તિ દિવસ ભર હાથમાં રાખવામાં સંમૂર્ચ્છિમ જીવો ઉત્પન્ન થવાનો ભય પણ નિરર્થક જ રહ્યો અને ઉઘાડા મુખે બોલ્યા કરવામાં જિનાજ્ઞાનો ભંગ થયો. વારંવાર હાથને ઊંચા–નીચા કરવામાં હાથ હલાવવાની વ્યર્થ અજતના વધી અને ઉઘાડા મોઢે ન બોલવાની જતના પણ પૂરી ન થઈ ! 185 (૪) દેવસૂરીજી પોતાના સમાચારી પ્રકરણ ગ્રંથમાં લખે છે કે– (૫) આનું મુખવસ્ત્રિકા કે મુહપત્તિ એ નામ જ સ્પષ્ટ રૂપે જણાવે છે કે તે મુખ પર રાખવાનું વસ્ત્ર છે. (૬) વાસ્તવમાં મુખવસ્ત્રિકા હાથમાં રાખવી કે મોઢા પર બાંધવી એવો સ્પષ્ટ ઉલ્લેખ કોઈપણ આગમમાં નથી, તેમ છતાં આ લિંગના ઉપકરણના ઉપયોગની પ્રાચીન પદ્ધતિ મોઢા પર બાંધવાની હતી એ પ્રાચીન પ્રમાણોથી સિદ્ધ છે અને શાસ્ત્રાજ્ઞા પાલનના પરિણામથી પણ સિદ્ધ છે. શાસ્ત્રાજ્ઞા પાલનના પરિણામની સિદ્ધ થયેલ બાબતો ઉપર કહેવાઈ ગઈ છે. હવે પ્રાચીન પ્રમાણોથી સિદ્ધ થયેલ વાત આ પ્રકારે છે– (૧) આવશ્યક સૂત્ર ઉપર હરિભદ્રસૂરિની ૨૨ હજાર શ્લોક પ્રમાણ ટીકા છે, તેમાં લખ્યું છે કે લિંગ વાસ્તે મૃત સાધુના મુખ પર નવી મુહપત્તિ બાંધવી. પાઠક વિચારે કે મરેલ સાધુ તો બોલી શકવાના નથી, ન તો મોઢું ખોલી શકવાના કે ન તો શ્વાસ લઈ શકવાના, તો પણ મુખવસ્તિકા બાંધવાનું ધુરંધર આચાર્ય હરિભદ્રસૂરિએ લખ્યું છે. (૨) યોગ શાસ્ત્ર પૃ. ૨૬૦માં લખ્યું છે કે મુખની ઉષ્ણ હવાથી વાઉકાયના જીવોની વિરાધના થાય છે માટે તેની રક્ષા કરવાના હેતુથી મુહપત્તિ છે. આવું મહાન આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યના રચેલ ગ્રંથમાં જણાવ્યું છે. (૩) એશિયાટીક સોસાયટી કલકત્તાના પ્રમુખ મિસ્ટર હર્નલ સાહેબ ઉપાસકદશા સૂત્રની અંગ્રેજી ટીકા કરતા, ગૌતમસ્વામીની મુખવસ્તિકાના વર્ણન ઉપર એમ લખે છે કે—એક નાનો કપડાનો ટુકડો મોઢા પર ટીંગાડાતો હતો જેથી કોઈ સચેત જીવ મોંમા પ્રવેશી ન શકે, તેની રક્ષાને માટે. આગમસાર (મુખવસ્ત્રિકા પ્રતિલેખ્ય મુખે બવ્વા પ્રતિલેખયંતિ રજોહરણં .) અર્થ– મુખવસ્ત્રિકાની પ્રતિલેખના કરીને તે ફરી મુખ પર બાંધીને પછી રજોહરણની પ્રતિલેખના કરે. (૫) વિજયસેનસૂરિ પોતાની ‘હિત શિક્ષા’ પૃ.૩૮માં લખે છે કે– મુહપત્તિ મોઢા પર બાંધવી જોઇએ, બાકી તો બધા વિવિધ દૂષિત પ્રકારો છે, જેમાં કોઈ પુણ્ય અર્થાત્ ધર્મ નથી. (૬) આચાર્ય શ્રી લબ્ધિવિજયજી ‘હરીબલ મચ્છી કે રાસ' પૃ. ૭૩ માં લખે છે કે– સાધુ જન મુખ મુહપત્તિ, બાંધી કહે જિન ધર્મ. અહીં પણ મોઢા પર મુહપત્તિ બાંધીને જિન ધર્મ—જિનોપદેશ કરવાનું કથન છે. (૭) ‘સાધુવિધિ પ્રકાશ’માં કહ્યું છે—સાધુ પ્રતિલેખના કરતી સમયે મુહપત્તિ બાંધી લે. (૮) પ્રભસૂરિષ્કૃત ‘યતિદિનચર્યા સટીક’માં કહ્યું છે કે સાધુ શૌચાદિ જાય ત્યારે પણ મુહપત્તિ બાંધી લે. (૯) હેમચંદ્રાચાર્ય કૃત ‘યોગ શાસ્ત્ર’ની વૃતિમાં કહ્યું છે કે ભણતી વખતે અને પ્રશ્ન વગેરે પૂછતી વખતે મુહપત્તિ બાંધીને પ્રશ્ન પૂછે અથવા ભણાવે. (૧૦) ‘શતપદી’ ગ્રંથમાં કહ્યું છે કે ઉપદેશ દેતી વખતે પણ સાધુઓએ મુહપત્તિ બાંધવી. (૧૧) ‘આચાર દિનકર' ગ્રંથમાં લખેલું છે કે મકાનનું પ્રમાર્જન કરતી વખતે અને વાંચન આદિ કાર્યોમાં પણ મોં પર મુહપત્તિ બાંધે. (૧૨) બૃહત્કલ્પ ભાષ્યમાં કહ્યું છે કે ગણધર મહારાજ પણ વ્યાખ્યાન વાંચતી વખતે મુહપત્તિ બાંધતા હતા. (૧૩) નિશીથ ચૂર્ણિમાં લખ્યું છે કે કોઈની સાથે વાર્તાલાપ કરતી વખતે સાધુએ મુહપત્તિ બાંધી લેવી જોઇએ. (૧૪) પ્રતિક્રમણ કરતી વખતે મુહપત્તિ બાંધવાનું તો કેટલાય આચાર્યોએ પ્રતિક્રમણના વિવિધ ગ્રંથોના પ્રારંભમાં જ લખ્યું છે. (૧૫) ‘પ્રવચન સારોદ્વાર' ગ્રંથમાં લખ્યું છે કે મુહપત્તિ સંપાતિમ જીવોની રક્ષાને માટે છે. (સંપાતિમ જીવોની રક્ષા મુખ પર બાંધવાથી જ થાય.) (૧૬) બુદ્ધિ વિજયજીએ પોતાના વૃદ્ધ સંતોને પ્રશ્ન ર્યો કે ઘડીએ ઘડીએ આમ મુખ પર મુહપત્તિ કેમ બાંધો છો ? ત્યારે વૃદ્ધ સંતોએ જવાબ આપ્યો કે શાસ્ત્રોમાં મુહપત્તિ બાંધવાનું કહ્યું છે અને પરંપરાથી બાંધતા આવ્યા છીએ, એમ આપણે પણ આમ વારંવાર બાંધી લઈએ છીએ. (૧૭) શિવપુરાણ અધ્યાય ૨૧માં જૈન સાધુનો પરિચય આ પ્રમાણે આપ્યો છે– હસ્તે પાત્રં દધાનાશ્ય, તુણ્ડ(મુખે) વસ્ત્રસ્ય ધારકા . મલિનાન્યેવ વાસાંસિ, ધારયંતિ અલ્પ ભાષિણઃ । અહીં મુખ પર વસ્ત્ર ધારણ કરવાવાળા અર્થાત્ બાંધવાવાળાને જૈન સાધુ કહેલ છે. અર્થાત્ શિવપુરાણ રચનારાને પોતાના સમયમાં આવા મુખવસ્ત્રિકા બાંધનારા સાધુઓ દષ્ટિગોચર થયા હશે. (૧૮) પિંડનિર્યુકતિ ગાથા ૨૮ માં મુખવસ્તિકાને તથા રજોહરણને એવા ઉપકરણ તરીકે વર્ણવ્યા છે કે જેમને જરા વાર પણ વિરામ અપાતો નથી, સાધુને વધારે સમય મૌન ધારણ કરવાની સલાહ આપનાર આગમોનો આમ કહેવા પાછળનો હેતુ સ્પષ્ટ છે કે તે હંમેશા મુખ પર હોવી જોઇએ . ધોવણ પાણીની પ્રાપ્તી માટે ક્ષેત્ર અને કાળ પ્રતિકુળ લાગતા હોય કદાચ પણ તેથી પણ સુક્ષ્મ Page #186 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 186 વાયુકાયની દયા પાળવા માટે કોઈ અડચણ નથી . કેટલાક શ્રાવકોની પાસે તો મુખવસ્ત્રિકા હોતી પણ નથી . મુખવસ્તિકાને સ્થાનકવાસીનું ચિહ્ન સમજવાને બદલે જૈનોનું ચિહ્ન સમજવું જોઇએ, અને જતના તત્વનાં પારખુ બનવું જોઇએ. (૧૯) મુખ વસ્ત્રીકા બાંધી વહોરાવવાથી, કયારેય દૂધ વગેરે પર ફૂંક મારવાની ક્રિયા, આદત ટેવ હોય તોય થતી નથી. અને હાથ વ્યસ્ત હોય તોય ઉઘાડે મોઢે વાત થતી નથી. આમ વહોરાવતી વખતે પણ મુખવસ્ત્રીકા બાંધવી શ્રાવકોને માટે વિવેકપૂર્ણ સિધ્ધ થાય છે. અન્ય મતાવલંબીઓ મૌન સાધના વખતે કાષ્ઠનાં ચોખઠાથી મોઢુ બાધી દેતાં, તેવા વર્ણનો આગમમાં છે. તેની સરખામણીમાં જ્ઞાન અને વિવેક પૂર્વક મુખવસ્ત્રીકા બાંધવી સુલભ અને ઉતમ જ છે. સાર ઃ (૧) મુખવસ્ત્રિકા જૈનનું ચિહ્ન છે (૨) સૂત્ર પર, પુસ્તક પર, પાસેની વ્યકતિ પર થૂંક ઉડવાથી રક્ષા કરે છે. (૩) વાયુકાય તથા ત્રસ–સંપાતિમ જીવોની રક્ષા કરવાવાળી છે.(૪) મુખના ઉચ્છ્વાસથી તેનાથી, પાસેની વ્યકિતને તકલીફ થતી નથી. આ સિવાય શ્રાવકાચારમાં મુનિ દર્શન કરવાના પાંચ નિયમ(અભિગમ) શાસ્ત્રમાં ઘણી જગ્યાએ બતાવ્યા છે, તેમાં પણ મુનિઓની સેવામાં ઉપસ્થિત રહેતી વખતે શ્રાવકે ઉઘાડા મુખે રહેવાની મનાઈ કરી છે. અર્થાત્ મોઢા પર કપડું લગાડીને જ મુનિની સીમામાં પ્રવેશ કરવાનું જણાવ્યું છે. ગુરુજનો ઉઘાડા મુખે બોલનારને ઉતર આપવાની મનાઈ ફરમાવે તોજ શ્રાવકો શીખશે. મોટા—મોટા શેઠ, સેનાપતિ, રાજા વગેરે જે કોઈ પણ શ્રાવક હોય તેઓ શાસ્ત્રાજ્ઞાનું પાલન કરતા તથા વસ્ત્ર લગાડીને જ મુનિની સેવામાં પ્રવેશ કરતા હતા. તેથી એક ગુણ તો સ્પષ્ટ થાય છે જ કે મુહપત્તિ બાંધવાથી, પાસે ઉભેલા શ્રમણોની સાથે વાતચીત કરતી વખતે પોતાનું થૂંક તેમના પર ઉડે નહીં. ઉઘાડા મોંએ બોલવાથી જિનાજ્ઞાની મર્યાદાનો લોપ થાય છે અને મુખમાંથી થૂંક ઉછળીને કેટલીકવાર બીજા પર ઉડે છે ! જેથી આશાતના થાય છે. મંદિરમાર્ગી મૂર્તિની આશાતનાથી બચવા મોઢા પર વસ્ત્ર બાંધી મૌનપૂર્વક જ પૂજા કરે છે પરંતુ શાસ્ત્રાજ્ઞા ભંગ કરીને પણ ગુરુઓની સામે આવે ત્યારે મોંએ વસ્ત્ર બાંધતા શરમનો અનુભવ કરે છે અને કેટલાક સ્થાનકવાસી લોકો પણ આળસને કારણે મુહપત્તિ બાંધતા નથી તે પણ ઠીક નથી. પોતાના નિયમો અને વિધિ વિધાનોનું દરેક ક્ષેત્રમાં ધ્યાન રાખવું જ જોઇએ. વળી કોઇને એ અગવડ ભર્યું લાગતું હોય તો એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. એક નાની ચારેક વર્ષની બાળકી પોતાથી અડધી વયનાં બાળકને ઉંચકી ઉભી હતી, આ જોઇને કોઇએ તેને પુછયું કે તને આનો ભાર નથી લાગતો ? તો તેણે જવાબ આપ્યો કે ' એ તો મારો ભાઇ છે ' . એ નાનકડી બાળકીને એ નથી સમજાતું કે ભાઇને અને વજનને શું સંબંધ હોય ? (જયાં પ્રેમ છે ત્યાં ભારનો વિચાર પણ નથી આવતો ) તો પછી સંયમભાવથી અને વાયુકાયની જયણા માટે અનુકંપા ભાવથી ધારણ કરેલી મુહપતીથી અડચણ કેમ થાય ? એ તો પછી શરીર સાથે આત્મસાત થઇ જાય છે. સંયમીને તો એ પહેરેલી ન હોય—તો અગવડ થાય છે. ઉત્કૃષ્ટ અનુકંપાભાવ સાધકને પાછા સંસારમાં કે સંસારભાવમાં જતાં અટકાવે છે. અમી.(અમૃત જેવી) મુખવસ્ત્રીકા મોઢે ન બાંધતા, હાથમાં રાખવા માટેનું એક કારણ એ બતાવવામાં આવે છે કે મોઢાની થૂંકથી સમુચ્છીમ જીવોની ઉત્પતિની સંભાવના રહે છે. પરંતું આનું કોઇ આગમ પ્રમાણ નથી. ચૌદ પ્રકારનાં સમુચ્છીમ મનુષ્યોનાં ઉતપતિ સ્થાન શાસ્ત્રોમાં નામ સાથે બતાવેલ છે. આમાં પરસેવાનું અને થૂંકનું નામ નથી. મેલ,પરસેવાથી ભીના થયેલા કપડામાં પણ શરીરની ગરમીનાં કારણે જીવઉતપતિ થતી નથી. જે ચૌદ નામ આપેલા છે તેમાં કેટલાંકનું પ્રયોજન દિવસમાં એક–બે કે કોઇનું ચાર-પાંચ વખત પડે છે. લોહીપરુ તો કયારેક હોય અને ન પણ હોય, પણ થૂંક અને પરસેવા સાથે તો સતત દિવસ દરમીયાન સંપર્ક થતો રહે છે. આમ મહત્વના નામ છોડી દઇ, ઓછા મહત્વના નામ સૂત્રપાઠમાં ગણાવવા માટે કોઇ કારણ નથી. તેથી થૂંક,પરસેવાની ગણતરી ચૌદમાં સ્થાનમાં કરવી ભૂલભરેલું છે. છેલ્લે ચૌદમું નામ સર્વપ્રકારનાં મનુષ્ય સંબંધી અશુચિ સ્થાનનું છે. પરંતુ મુખ એ કોઇ અશુચિ સ્થાન નથી. અને થૂંકનું નામ શાસ્ત્રોમાં જયાં પણ આવે છે ત્યાં તેના ગુણો દર્શાવેલા છે. – સનત ચક્રીને દીક્ષા લીધા પછી થૂંકમાં લબ્ધી ઉત્પન થઇ હતી. ઇન્દ્ર જયારે તેમને રોગના ઉપચારની તૈયારી બતાવે છે ત્યારે પોતાનું થૂંક તેમણે શરીર પર લગાડયું અને રોગવાળા તેમના શરીરનો તેટલો ભાગ સુવર્ણ જેવો થઇ ગયો.તેટલા ભાગમાં તે રોગ મટી ગયો. લબ્ધીઓ જયાં આત્મપ્રદેશ હોય ત્યાં ઉતપન્ન થાય, તેથી થૂંક એ કોઇ અશુચિ પદાર્થ નહિં પણ શરીરનો ભાગ છે. અશુચિઓ શરીરમાંથી બહાર ફેંકાય છે, થૂંક શરીરમાં અંદર ઉતરે છે. = - એક કથા અનુસાર કરગુડુ નામનાં શિષ્યથી ભૂખ સહન ન થતી. તેથી તે ચોમાસાની મોટી પાંખીના દિવસે પણ આહાર વહોરી લાવે છે. ગુરુને બતાવતાં, ગુરુ તેને અધન્ય કહી તેના આહારમાં થૂંકે છે. અહિં એ થૂંક વાળા આહારને પણ પરઠવાની કોઇ કોશીષ નથી કરવામાં આવી. પણ તેને પસ્તાવા સાથે ખાવાની કોશીષ કરી રહેલા શિષ્યને કેવળજ્ઞાન થાય છે. – જાનવરો પણ પોતાના ઘાવને ચાટીને મટાડે છે. જયાં ચાટી નથી શકતાં ત્યાં ઘાવ થાય તો જલ્દી ભરાતો નથી . આમ ટૂંક એન્ટીબાયોટીક અને એન્ટીસેપ્ટીક પણ છે. – મોઢામાંનો ઘાવ થૂંકથી પાકી જતો નથી પણ સારી રીતે સાજો થઇ જાય છે. – ડોકટરો પણ રોગની તપાસણી માટે શરીરના બધા પદાર્થોના નમુના લે છે, પણ જે રોગના જંતુઓ લોહીમાંના સફેદ કણો સાથે પણ લડીને જીવીત રહે છે તેઓ ફુંકમાં ટકી શકતા નથી. તેથી થૂંકની તપાસ જવલેજ કરવામાં આવે છે. (જીવ–જંતુ–વિષાણું) (વિષાણુંઓ એટલે વિષના અણુઓ, શરીરમાનાં તત્વોનું વિઘટન કે ઘટન કરી શકે તેવા, શરીરને હાનીકારક અજીવ પુદગલો.) – થૂંકથી નાના જીવોને ઉપાડી શકાય છે, થૂંકમાં તે મરતાં નથી. Page #187 -------------------------------------------------------------------------- ________________ jainology 187 આગમસાર - થેંક વગર આહાર પણ કરી શકાતો નથી, અને એજ ઘૂંક વાળા આહારથી શરીરમાં જીવન ટકી રહે છે. – ૮૫ વર્ષની ઉંમરે પણ ચશમા વગર સારું દેખાવાનું કારણ એક વડીલ રોજ સવારે આંખમાં ચૂંક આંજવાનું બતાવે છે. - આંખમાં પડેલી રજ થંક આંજવાથી કાઢી શકાય છે. – શરીર પર પડેલી તરતની નાની ખરોચ થૂક લગાડતાં ઠંડક સાથે મટી જાય છે. - માં નાના બાળકને પોતાના મોઢામાં ચાવીને પછી ખવડાવે છે. – જંગલમાં ગીધ જેવા પક્ષી અને જાનવરો બેકટેરીયા વાળું ખાય છે, પરંતુ ઘૂંકના કારણે તેમને બેકટેરીયાની અસર થતી નથી. ભીખારીઓને પણ વાસી ખોરાક મળે છે – કરોળીયો પોતાની લાળ–ઘૂંકમાંથી જાળ બનાવે છે, ઇયળો ઉપરથી પડતી વખતે થેંકની લાળ બનાવી નીચે પટકાતાં બચે છે. રેશમના કીડાઓને ગરમ પાણીમાં ડુબાડી મારી, ક્રૂરતા પૂર્વક બનતું રેશમ સર્વને ત્યાજય જ છે. આ રેશમ પણ વિકલેન્દ્રીયની લાળ એટલે કે ઘૂંકજ છે. તો મંદિરોમાં રેશમી વસ્ત્ર પર પ્રતિબંધ કેમ નથી? અશુચિ ને અશુચિ જ કહી શકાય, ચાહે તે વિકલેન્દ્રીની કેમ ન હોય. તેથી એજ નિષકર્ષ નીકળે છે કે ઘૂંક એ કોઈ અશુચિ નથી પણ શરીરને માટે અમૃત સમાન છે. તથા સ્વચ્છતાનો વિવેક તો સર્વત્ર આવકાર્ય છે જ, જે અન્ય વસ્ત્રોની જેમ મુખવાસ્ત્રીકાને પણ લાગુ પડે છે. કેમ છો દશવૈકાલિક પ્રાક્કથન –સાહિત્ય એ સમાજનું દર્પણ છે, સંસ્કૃતિની રજૂઆત કરનાર છે, માર્ગદર્શક પણ છે, ભૂત અને ભવિષ્યકાળના વક્તા પણ સાહિત્ય જ છે, વર્તમાનનો ચિરાગ છે. સસાહિત્ય, સદ્ગણોનો અક્ષયકોષ છે, મોક્ષ માર્ગનો દીવો છે. તેથી જ આગમ જેને સાહિત્યની અમૂલ્ય નિધિ છે. આગમ અક્ષરદેહથી જેટલા વિશાળ છે, એથી પણ વધુ અર્થ ગરિમાની દષ્ટિથી ગહન તેમજ વ્યાપક છે સૂત્ર સ્થાન – દશવૈકાલિક સૂત્ર અંગ બાહ્ય સૂત્ર છે, તેને વર્તમાનમાં મૂળ સૂત્રમાં ગણવામાં આવે છે અને તેનું અધ્યયન સાધુઓ માટે અનિવાર્ય માનવામાં આવે છે. જૈન આગમોમાં સાધુઓના આચાર સંબંધી મૂળ ગુણો, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિનું નિરૂપણ છે, જે સાધુની જીવનચર્યામાં મૂળભૂત સહાયક બને છે, તે બધાનું અધ્યયન સુચારુરૂપે જેમાં મળે છે, તે મૂળસૂત્ર છે. તેથી દશવૈકાલિક સૂત્રને પણ મૂળ સૂત્રના રૂપમાં સ્વીકાર કરેલ છે. આ ઉત્કાલિક સૂત્ર છે, તેને ૩ર અસ્વાધ્યાય સમય છોડી દરેક સમયે વાંચી શકાય છે. નામકરણ :- દશવૈકાલિકનો શાબ્દિક અર્થ દસ + વૈકાલિક અથવા ઉત્કાલિક છે. તેમાં ઉત્કાલમાં પણ વાંચી શકાય તેવા દશ અધ્યયન છે. તેથી દશવૈકાલિક નામકરણ કરવામાં આવેલ છે. આ આગમ ૧૦ અધ્યયન અને ૨ ચૂલિકાઓમાં વિભક્ત છે, તેમાંથી પાંચમા અધ્યયનમાં બે અને નવમામાં ચાર ઉદ્દેશક છે, બાકીમાં ઉદ્દેશક નથી. અધ્યયન ૪ તથા ૯ ગદ્ય-પદ્યાત્મક છે, બાકી પધાત્મક રચના છે. આ સૂત્ર ૭૦૦ શ્લોક પરિમાણ માનવામાં આવેલ છે. વિષય – આ સૂત્રમાં સાધ્વાચારનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેના દશ અધ્યયન અને બે ચૂલિકાઓ છે. પ્રત્યેકના વિષય ક્રમશઃ આ પ્રકારે છે– (૧) ભિક્ષા ભ્રમર વૃત્તિ (૨) સ્ત્રી પરીષહ (૩) અનાચાર (૪) છ કાયા, પાંચ મહાવ્રત (૫) પિડેષણા (૬) અઢાર આચારસ્થાન (૭) ભાષા–વિવેક (૮) આચાર–પ્રણિધિ (૯) વિનય-સમાધિ (૧૦) ભિક્ષુ–સ્વરૂપ (૧૧) પ્રથમ ચૂલિકા–સંયમ રુચિ–વૃદ્ધિ (૧૨) દ્વિતીય ચૂલિકા-એકલ વિહારની પ્રેરણા અને તેના સાવધાનીના સ્થાન. દશવૈકાલિક સારાંશ પ્રથમ અધ્યયન દ્રુમ પુષ્પીકા (ભમરો) (૧) ધર્મ અહિંસા પ્રધાન હોય છે, સંયમ પ્રધાન તેમજ તપ પ્રધાન પણ હોય છે. એવો ધર્મ જ આત્મા માટે મહાન કલ્યાણકારી થાય છે. (૨) શુદ્ધ ભાવોથી ધર્મની આરાધના કરવાવાળાને દેવો માટે લાલચુ થવું પડતું નથી, પરંતુ દેવ સ્વયં તેને વંદન નમસ્કાર કરવા ઉપસ્થિત થાય છે. (૩) સૂત્રમાં કહ્યું છે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે અને રહે છે તેને દેવતા પણ નમસ્કાર કરે છે. (૪) ભિક્ષુની ભિક્ષાચર્યા ભ્રમરવૃત્તિ સમાન છે, અર્થાત્ જે રીતે ભ્રમર ભ્રમણ કરતાં-કરતાં ફૂલોમાંથી રસ ગ્રહણ કરે છે. આ ફૂલો ભ્રમર માટે રસ તૈયાર કરતા નથી. તે પ્રકારે ભિક્ષુ પણ ગૃહસ્થો દ્વારા, પોતાના માટે તૈયાર કરેલ આહારમાંથી અનેક ઘરોમાંથી થોડું–થોડું ગ્રહણ કરે છે. વિશેષતા એ છે કે મુનિ ગૃહસ્થ દ્વારા દેવામાં આવે ત્યારે અને એષણા સમિતિની મર્યાદાઓને ધ્યાનમાં રાખી આહારાદિ ગ્રહણ કરે છે. (૫) ભ્રમરની ઉપમા ૧. સહજ રીતે ગૃહસ્થો માટે નિષ્પન્ન ૨. અનેક ઘરોમાંથી તેમજ ૩. અતિ અલ્પ પ્રમાણમાં લેવાની અપેક્ષાએ દેવામાં આવેલી છે. (૬) કોઈ એક વ્યક્તિ પર અવલંબિત ન થતાં (સાણા પિંડરયા દંતા)અનેક ઘરોમાંથી થોડું થોડું લઈને સંયમમાં રત રહેવાવાળા સાધુ “મુનિ' કહેવાય છે. બીજો અધ્યયન-શ્રામધ્ય પૂર્વક (૧) પ્રાપ્ત સુખ-સામગ્રીનો સ્વેચ્છાએ ત્યાગ કરનારને ત્યાગી' કહેવામાં આવે છે. જે શરીરથી સ્વસ્થ, સમર્થ અને સશક્ત હોવા છતાં પ્રાપ્ત ભોગોનો ત્યાગ કરે છે તેને ત્યાગી કહેવામાં આવે છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 188 (૨) સુકમારતા અને સુખશીલિયાપણાને કારણે કામવાસનાઓ પર વિજય પ્રાપ્ત થઈ શકતો નથી પરંતુ બ્રહ્મચર્યની સફળતા માટે તેનો ત્યાગ કરીને આતાપના લેવી, વિહાર કરવો આદિ કાયક્લેશ તપ અથવા પરિશ્રમી જીવન વૃત્તિ (ચર્ચા) ધારણ કરવી આવશ્યક બને છે. (૩) કામવાસનાઓ ઉપર તેમજ ઈચ્છાઓ પર નિયંત્રણ થયા બાદ દુઃખોનું નિયંત્રણ તો આપમેળે જ થઈ જાય છે. (૪) અગત્પન કુળના સર્પ પોતે છોડેલા વિષને મૃત્યુસંકટ આવે તો પણ પુનઃ ગ્રહણ નથી કરતા. તેવી જ રીતે મુનિઓએ ત્યાગેલ ભોગો તેમજ ૧૮ પાપોની ક્યારેય પણ આકાંક્ષા(ઇચ્છા) ન કરવી જોઈએ. ત્યાગેલ ભોગોની ચાહના તેમજ પુનઃ સેવન કરનાર વ્યક્તિ વમન (ઉલટી)ને ચાટનાર કાગડા અને કૂતરા જેવા નિમ્ન પશુ-પક્ષીઓની જેમ નિંદા પાત્ર થાય છે. (૫) કદાચિત્ત મોહકર્મના ઉદયથી સ્ત્રી આદિને જોઈ વિષય-વાસના જાગૃત થઈ જાય તો એકત્વ, અન્યત્વ ભાવનાથી અંતઃકરણને પ્રભાવિત કરવું તેમજ તેના ભાવી વિપાક(ફળ)નું ચિંતન કરી સંયમમાં સ્થિર રહેવું તથા શરીરને ક્રશ કરવું. (૬) વૈરાગ્ય તેમજ જ્ઞાનપૂર્વક, સ્વવિવેક દ્વારા સંયમ તેમજ બ્રહ્મચર્યમાં મેરુ સમાન સ્થિર રહેવું જોઇએ. જે પ્રકારે રાજમતિ દ્વારા પ્રતિબોધિત અસ્થિર આત્મા રથનેમિ પુનઃ સ્થિર થઈ બ્રહ્મચર્ય સંયમની આરાધના કરી સંસાર ચક્રથી મુક્ત થઈ ગયા. ત્રીજો અધ્યયન-ક્ષુલ્લક આચાર (૧) આ અધ્યયનમાં ભિક્ષુ માટે અનાચરણીય પ્રવૃત્તિઓનો સંગ્રહ છે. પ્રચલનમાં, શ્રુતિ પરંપરામાં જેને બાવન અનાચારના નામથી ઓળખવામાં આવે છે. વાસ્તવમાં ભિક્ષની સેંકડો અનાચરણીય પ્રવૃત્તિ છે, જે જુદા-જુદા આગમોમાં અનેક પ્રકારથી વર્ણિત છે. તેથી બાવન અનાચારને જ સમગ્ર અનાચાર ન સમજી લેવા જોઇએ. (૨) ૧. સાધુના નિમિત્તે બનેલું ૨. ખરીદેલું ૩. સામે લાવેલ ૪. નિત્ય નિમંત્રણ યુક્ત ૫. રાજપિંડ દ. દાનપિંડ ૭. શય્યાતર પિંડ ૮. સચિત્ત કે મિશ્ર આહાર-પાણી ૯. સચેત મૂળા, આદુ, શેરડીના ટુકડા, કંદમૂળ, ફળ તેમજ બીજ આદિ ૧૦. સચિત્ત સંચળ, સિંધવ નમક, સામુદ્રિક નમક, રોમ નમક, કાળું નમક તેમજ પંસુખાર આદિ નમક, આ ઉપરોકત પદાર્થોને ગ્રહણ કરવા સાધુને માટે અનાચાર છે. (૩) ૧૧. રાત્રિભોજન ૧૨. રાત્રિ સંગ્રહ ૧૩. ગૃહસ્થનાં વાસણો ૧૪. છત્ર ૧૫. ઔષધ ઉપચાર ૧૬. જૂતા–પગરખા ૧૭. અગ્નિ જલાવવો ૧૮. મુઢા(દુષ્પતિલેખ આસન) ૧૯. પલંગ(ખાટ આદિ) ૨૦. ગૃહસ્થના ઘરમાં બેસવું ૨૧. સુગંધી અત્તર-તેલ ૨૨. પુષ્પ આદિની માળા ૨૩. પંખા આદિથી હવા નાખવી વગેરે. આ બધું સાધુ માટે ત્યાગ કરવા યોગ્ય છે. (૪) ૨૪. સ્નાન ૨૫. સમ્બાહન-મર્દન ૨૬. દંતપ્રક્ષાલન ૨૭. દેહ અવલોકન (કાચ આદિમાં મુખ જોવું) ૨૮. ઉબટન(પીઠી) ૨૯. ધૂવણ(નાક દ્વારા જલ પ્રાણાયામ) ૩૦. વમન ૩૧. બસ્તીકર્મ ૩૨. વિરેચન (જુલાબ) ૩૩. અંજન ૩૪. મંજન ૩૫. વિભૂષા. આ સર્વ શરીર પરિકર્મ ભિક્ષુ માટે ત્યાજ્ય છે. (૫) ૩૬. અષ્ટાપદ રમત ૩૭. નાલિકા ખેલ ૩૮. ગૃહસ્થની સેવા ૩૯. નિમિત્ત આદિથી આજિવિકા વૃત્તિ ૪૦. ગૃહસ્થ શરણે રહેવું. આવા કાર્યો સંયમ મર્યાદાને યોગ્ય નથી. ભિન્ન પદ્ધતિએ ગણવાથી આ ચાલીસના બદલે બાવન થાય છે.(+છ વ્રત +છ કાય) (૭) મુનિ પાંચ આશ્રવોના ત્યાગી, છ કાયના રક્ષક, ત્રણ ગુપ્તિને ધારણ કરનાર અને પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર હોય છે. (૮) સુસમાધિવંત મુનિ ગ્રીષ્મ ઋતુમાં આતાપના લે છે, શીતકાળમાં અલ્પવસ્ત્ર રહે છે અને વર્ષા ઋતુમાં પ્રવૃત્તિને સંકોચ કરી એક સ્થાન પર રહે છે. (૯) તેઓ દુષ્કર સંયમ તપનું પાલન કરીને, પરીષહ ઉપસર્ગ સહન કરીને, સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થાય છે જો કર્મ અવશેષ રહી જાય તો દેવલોકમાં જાય છે. ચોથો અધ્યયન-છ જીવનીકાય. આ અધ્યયનમાં છ કાયનું તેમજ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રિ ભોજન વ્રતનું વિસ્તૃત સ્વરૂપ બતાવેલ છે. તેમજ આ વિષયમાં ભિક્ષુની પ્રતિજ્ઞા ગ્રહણ કરવાની વિધિ કહી છે. આ સંપૂર્ણ અધ્યયનનું ઉચ્ચારણ કરીને નવદીક્ષિત ભિક્ષુને મહાવતારોપણ– વડી દીક્ષા દેવામાં આવે છે. (૧) સૂક્ષ્મ તથા સ્કૂલ બધા જ પ્રકારની હિંસા, જૂઠ, અદત્ત, કુશીલ, પરિગ્રહ અને રાત્રિ ભોજનનું મન, વચન અને કાયાથી સેવન કરવું, કરાવવું કે અનુમોદન કરવું, ભિક્ષ તેનો જીવન પર્યત ત્યાગ કરી પ્રતિજ્ઞાબદ્ધ બની જાય છે. (૨) પાંચ સ્થાવર અને ત્રસ કાયની સંપૂર્ણ હિંસાનો ત્યાગ કરી, તે પ્રતિજ્ઞાબદ્ધ બની જાય છે. (૩) વાયુકાયની અપેક્ષા– ૧. ફૂંક મારવી અને ૨. હવા નાંખવાનો તે ત્યાગ કરે છે. બાકીની પ્રવૃત્તિમાં તે ચાલવું, ઊઠવું, બેસવું, બોલવું, ખાવું, સૂવું આદિ યતનાથી સાવધાનીથી અર્થાત્ વેગ રહિત, શાન્તિથી કરવા માટે પ્રતિજ્ઞાબદ્ધ બને છે. (૪) નાડીના સ્પંદન માત્રથી પણ વાયુકાયના જીવોની વિરાધના થાય છે, તેથી ઉપરોક્ત અપેક્ષાથી ભિક્ષુને વાયુકાય સંબંધી પ્રતિજ્ઞા તિની હોય છે. (શરીરની ઉષ્ણતાથી પણ ઠંડા પવનના જીવોની વિરાધના શકય છે, તેથી મુનીએ અનુકુળ પવનમાં આસકત ન થવું જોઈએ.)(૫) આ બધી જ પ્રતિજ્ઞાઓને ગ્રહણ કરવામાં તેના સ્વયંનું એટલે આત્મકલ્યાણનું પ્રયોજન હોય છે. જનકલ્યાણ એ સંયમ-ગ્રહણનું પ્રયોજન હોતું નથી. તે તો તેની સંયમ યોગરૂપ સ્વાધ્યાય પ્રવૃત્તિ છે. (૬) સંયમ પાલન કરવામાં– સંયમ સંબંધી બધી વિધિઓનું, જીવ–અજીવ આદિ તત્ત્વોનું જ્ઞાન કરવું, ચિંતન કરવું અને અનુભવ કરવો અત્યંત આવશ્યક છે, તેના માટે સૂચિત્ત ગાથાનો ભાવ હિન્દી પધમાં આ પ્રકારે છે. પ્રથમ જ્ઞાન પીછે ક્રિયા, યહ જિનમત કા સાર – જ્ઞાન સહિત ક્રિયા કરે, તો ઉતરે ભવ પાર I૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ jainology 189 આગમસાર (૭) જ્ઞાન વિના હિત–અહિતનો કર્તવ્ય-અકર્તવ્યનો બોધ થતો નથી, કર્મ બંધ અને નિર્જરાનું જ્ઞાન પણ નથી થતું, જે હોવું સાધનામાં આવશ્યક છે. (૮) સુખશીલ, નિદ્રાશીલ, પ્રક્ષાલન(ધોવાની)પ્રવૃતિ કરનાર સાધુની સદ્ગતિ થવી દુર્લભ છે. (૯) તપ-ગુણોની પ્રધાનતાવાળા, સરળ બુદ્ધિ, ક્ષમાદિ ધર્મોનું પાલન કરનાર, પરીષહ વિજેતા ભિક્ષુની સદ્ગતિ થવી સુલભ છે. (૧૦) પાછલી વયેવૃદ્ધાવસ્થામાં) પણ દુર્લભ સંયમને પ્રાપ્ત કરી જે તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્યમાં લીન રહે છે, તે પણ જલ્દીથી કલ્યાણ કરી લે છે અર્થાત્ અલ્પસમયનું પણ શુદ્ધ ભાવપૂર્વકનું સંયમ પાલન સગતિને પ્રાપ્ત કરાવી દે છે. પાંચમો અધ્યયન-પિંડેષણા.: પ્રથમ ઉદ્દેશક (૧) આ અધ્યયનમાં બે ઉદ્દેશક છે. બંનેમાં આહારાદિની ગવેષણા અને પરિભોગેષણા સંબંધી વિધિ અને નિષેધ છે. (૨) ભિક્ષાના યોગ્ય સમયે ભિક્ષુ ઉગ અને મૂછથી રહિત થઈ ચાર હાથ પ્રમાણ ભૂમિમાં બીજ, લીલોતરી તેમજ ત્રણ સ્થાવર જીવોનું શોધન-સંરક્ષણ કરતાં, શાંત ચિત્તે તેમજ મંદ ગતિથી ચાલે. (૩) કંટક આદિથી યુક્ત તેમજ વિષમ માર્ગેથી ન જાય. (૪) તુસ અથવા રાખ આદિમાં ચાલવું હોય અને પગ ઉપર સચેત રજ હોય તો પગનું પ્રમાર્જન કરવું જોઇએ. (૫) વેશ્યાઓના મહોલ્લામાં ગોચરીએ ન જાય.(૬) ઉગ્ર-પશુ, રમતા બાળક તેમજ ક્લેશ, યુદ્ધ આદિથી યુક્ત માર્ગો પર ન જાય. (૭) ગોચરી માટે જતી વખતે ઉતાવળથી ન ચાલે, વાતો કરતાં થકા ન ચાલે કે હસતાં થકા ન ચાલે. (૮) ચોરીની શંકાના સ્થાનરૂપ સંધિ આદિને જોતાં થકા ન ચાલે અને રાજા કે રાજપુરુષ આદિના ગુપ્ત વાતચીતના સ્થાનોથી દૂર રહે (૯) નિષિદ્ધ તેમજ અપ્રતીતકારી કુળોમાં ન જાય.(૧૦) દરવાજા, પડદા વગેરે ઢાંક્યા હોય તો ગૃહસ્થની આજ્ઞા વિના ન ખોલે. (૧૧) મળ-મૂત્રના આવેગને રોકે નહિ.(૧૨) ફૂલ, બીજ વિખરાયેલ ન હોય તેવા તેમજ પ્રકાશયુક્ત સ્થાનમાં ગોચરી કરે. (૧૩) વાછરડા, કૂતરા આદિ પશુને ઓળંગીને કે દૂર કરીને જાય નહિ. (૧૪) સ્ત્રી તેમજ કોઈ પણ પદાર્થો કે સ્થાનોને આસક્તિ ભાવથી ન જુવે, નનિરખે. (૧૫) જે ઘરમાં સાધુના પ્રવેશ યોગ્ય જેટલું સ્થાન હોય ત્યાં સુધી જ જાય. (૧૬) સચેત–પાણી, પૃથ્વી, બીજ, લીલોતરીનું વર્જન કરી ઉભા રહે. (૧૭) પદાર્થને ઢોળતાં થકા ભિક્ષા દે તો ન લેવી. પ્રાણી, બીજ, લીલોતરીનો સ્પર્શ કરતાં કે કચડતાં થકા દે તોપણ ભિક્ષા ન લેવી, સચિત પાણીની વિરાધના કે સ્પર્શ કરીને દે તોપણ ગોચરી ન લેવી. (૧૮) ભિક્ષા દેતાં પહેલાં કે પછી હાથ, વાસણ આદિ ધોવે તો ભિક્ષા ન લેવી. (૧૯) દાતાના હાથ, વાસણ આદિ કોઈ પણ સચેત અથવા મિશ્ર પદાર્થ, લીલોતરી, બીજ, મીઠું, સચેત પૃથ્વી કે જળબિન્દુથી લિપ્ત હોય કે સંયુક્ત હોય તો તેની પાસેથી ભિક્ષા ન લેવી. (૨૦) ભાગીદારોની ભાવના જાણીને અનુકૂળતા હોય તો ભિક્ષા લેવી. (૨૧) ગર્ભવતી સ્ત્રી માટે બનેલ આહાર, તેના ખાધા પહેલાં ન લેવો, અગર તેને ઉભા થવું કે બેસવું પડે, તો પણ તેના હાથથી આહાર ન લેવો. (૨૨) બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રી તેને રડતું છોડી વહોરાવે તો ન લેવો. (૨૩) કોઈ પદાર્થની કલ્પ–અકથ્યની શંકા પડે તો ન લેવો. (૨૪) બહુ જ ભારે પદાર્થને ઉપાડવો પડે અથવા કોઈ પેકિંગ ખોલવું પડે અર્થાત્ મુશ્કેલીથી કાંઈપણ દેવામાં આવે તો ન લેવું. (૨૫) કોઈ પણ પ્રકારનું દાન–પિંડ કે શ્રમણ નિમિત્તે બનાવેલ, ખરીદેલ કે તેના માટે સામે લાવેલ તેમજ મિશ્ર, પૂતિકર્મદોષ વાળો આહાર ન લેવો. (૨૬) દોષની શંકા હોય અને તે પદાર્થ લેવો આવશ્યક હોય તો નિર્ણય કરવા માટે, તેને કોણે બનાવ્યો, તે જાણકારી કરીને પછી તેને પૂછવું કે કોના માટે બનાવ્યો? ક્યારે બનાવ્યો? વગેરે; સરળ ભદ્રિક પરિણામી વ્યક્તિને એકાદ પ્રશ્ન કરી તેમજ હોંશિયાર અનુરાગીને અનેક પ્રશ્ન કરી સાચો નિર્ણય કરવો. (૨૭) સચેત પાણી, ફૂલ, લીલોતરી, બીજ વગેરે પર રાખેલ ખાદ્ય પદાર્થ ન લેવો. (૨૮) અગ્નિ પર રાખેલ પદાર્થ તેમજ અગ્નિની વિરાધના કરીને દેવામાં આવતો પદાર્થ ન લેવો. (૨૯) અસ્થિર લાકડા, શિલા કે પત્થર પર ન ચાલવું. (૩૦) ઉપર, નીચેથી નીસરણી લગાવીને આપે અથવા દાતાના પડી જવાનો કે લપસી જવાનો ભય હોય તે પ્રકારે દે અથવા કષ્ટપૂર્વક દે તો ન લેવો. (૩૧) કંદ, મૂળ, આદુ, ફળ અથવા ભાજી વગેરે સચેત હોય અથવા શસ્ત્રથી કાપેલ હોય તો પણ ન લેવા અર્થાત્ પાકા ફળ કાપીને બીજ કાઢેલ હોય અને કાચી વનસ્પતિ અગ્નિમાં પાકેલી હોય તો જ અચેત બને છે અને ત્યારે તે ભિક્ષા માટે ગ્રાહ્ય બને છે. (૩૨) વેચવા માટે ખુલ્લી પડેલી, સચેત રજથી યુક્ત મીઠાઈ આદિ ન લેવી. (૩૩) જેમાં ફેંકવા યોગ્ય ભાગ વધારે હોય તેવી વસ્તુ ન લેવી. (૩૪) લોટના વાસણ ધોયેલ, ચોખા ધોયેલ કે અન્ય કોઈપણ પદાર્થથી લિપ્ત, વાસણ ધોયેલ પાણી, જોવામાં સારું હોય કે ખરાબ પરંતુ તરસ છીપાવવા યોગ્ય હોય અને ધોયેલા પાણીને એક ઘડી યા બે ઘડી(૨૪ કે ૪૮ મિનિટ) થઈ ગયેલ હોય તો તે પાણી ભિક્ષ ગ્રહણ કરી શકે છે. ક્યારેક જ શંકાવાળુ લાગે તો ચાખીને પણ નિર્ણય કરી શકાય છે. લીધા પછી પણ તરસ છીપાવવા યોગ્ય ન લાગે તો વિધિપૂર્વક અચેત સ્થાને પરઠી દેવું જોઇએ. (૩૫) ગોચરીમાં ગયેલ ભિક્ષુ ક્યારેક કોઈ પદાર્થ શારીરિક કારણથી ત્યાંજ વાપરી લેવો જરૂરી સમજે તો એકાન્ત ઓરડાની આજ્ઞા લઈ ખાઈ-પી શકે છે પરંતુ ત્યાં ગંદકી બિલકુલ ન કરે. (૩૬) ભિક્ષા લઈ ઉપાશ્રયમાં વિનયપૂર્વક પ્રવેશ કરવો, ગુરુને આહાર દેખાડવો, ઈરિયાવહીનો કાઉસગ્ગ કરવો, દોષોની આલોચના કરવી, સ્વાધ્યાય કરવો, તેમજ અસાવધવૃતિની અનુમોદનાનું ચિંતનરૂપ ધ્યાન કરવું. ત્યાર પછી અન્ય સાધુને નિમંત્રણ કરવું, નિમંત્રણ સ્વીકાર કરે તો તેમને દઈ અથવા તેમની સાથે આહાર કરવો. નિમંત્રણ ન સ્વીકારે તો એકલા જ યતનાથી વિધિપૂર્વક Page #190 -------------------------------------------------------------------------- ________________ 190 આગમસાર–પૂર્વાર્ધ આહાર કરવો. (૩૭) આહાર વાપરવાની વિધિ-આહારની નિંદા,પ્રશંસા ન કરવી, સ્વાદ માટે પદાર્થોનો સંયોગ ન કરવો. જે કારણથી જેટલો આહાર જરૂરી હોય તેટલો જ લેવો. પરંતુ પોતાના ખોરાકથી કંઈક ઓછું અવશ્ય ખાવું. (૩૮) અતિ ધીમે અથવા અતિ જલ્દી ન ખાવું. પહોળા પાત્રમાં અને નીચે ન ઢોળતા થકા, મોઢેથી ચટચટ કે સુડ–સુડ આદિ કોઈ પ્રકારનો અવાજ ન આવે તે પ્રકારે ખાવું કે પીવું. (૩૯) જેવા પણ સંયમ યોગ્ય, સ્વાથ્ય યોગ્ય આહારાદિ મળે તો તેને ઘી-સાકર સમાન માનીને ચિત્તની પ્રસન્નતાપૂર્વક વાપરવું. (૪૦) અતિ અલ્પ આહાર મળે તો પણ ખેદ ન કરવો, તપ સમજી સંતોષ રાખવો. (૪૧) નિઃસ્વાર્થ ભાવથી (અર્થાત્ પ્રત્યુપકારની કોઈ આશા ન રાખતા થકા) દેવાવાળા દાતા અને નિઃસ્પૃહ ભાવથી(અર્થાત્ આશીર્વચન આદિ ન બોલતા થકા અને રાગભાવ કે કોઈ પ્રત્યુપકાર ન કરતા થકા) લેનાર મુનિને 'મહાદાઈ' અને 'મુહજીવી' કહેવામાં આવે છે અને બંને સદ્ગતિને પ્રાપ્ત કરે છે. બીજો ઉદ્દેશક (૧) જરૂરિયાત મુજબ ભિક્ષુ આહાર ર્યા પહેલાં કે પછી પણ પુનઃ ગોચરીએ જઈ શકે છે. ધ્યાન એ જ રાખવાનું કે તે વસ્તી-એરિયામાં ભિક્ષા મળવાનો અનુકૂળ સમય હોવો જોઇએ. (૨) માર્ગમાં પશુ કે પક્ષી, દાણા(આહાર–પાણી) લઈ રહ્યા હોય તો તેમને કોઈ પણ પ્રકારે અંતરાય ન પડે તેનો વિવેક રાખવો. (૩) ગોચરી ગયેલ ભિક્ષુ ગૃહસ્થના ઘેર વાત કરવા માટે ન ઉભો રહે કે ન બેસે. (૪) બારી-દરવાજા કે તેના કોઈ પણ વિભાગનું અવલંબન ન લે. (૫) કોઈ યાચક દ્વાર પર ઉભેલ હોય તો તેના ઘેર ભિક્ષા લેવા ન જવું અને તેની સામે ઉભા રહેવું ન જોઈએ. (૬) જલજ ખાદ્ય વનસ્પતિ કે ઈસુખંડ આદિ અચેત, તેમજ શસ્ત્ર પરિણત ન હોય તો ન લેવા. મગફળી વારંવાર સારી રીતે શેકેલ ન હોય તો ન લેવી. તેની જેમ જ અન્ય પણ શેકવામાં આવે તેવા પદાર્થોના વિષયમાં સમજી લેવું જોઈએ. (૭) બીજ, ફળ તેમજ અન્ય વનસ્પતિઓ તથા તે બધાના ચૂર્ણ જો અચેત ન હોય તથા અગ્નિ આદિથી શસ્ત્ર પરિણત ન હોય, તો ન લેવા. (૮) ભિક્ષ સામાન્ય ઘરને છોડી શ્રીમંત ઘરોમાં ગોચરી જવાનો આગ્રહ ન રાખે.(૯) ખાદ્ય-પદાથે અથવા અન્ય વસ્ત્ર, શધ્યા-સંસ્મારક વગેરે હોવા છતાં અને સામે દેખાવા છતાં દાતા ન દે તો બિલકુલ ખિન્ન ન થવું. (૧૦) અધિક સન્માન દેવાવાળા હોય તો પણ ભિક્ષુ તેના પાસે કોઈ વિશિષ્ટ વસ્તુ ન માગે અર્થાત્ સામાન્યરૂપથી ખાવા અને દેવા યોગ્ય પદાર્થ રોટલી, શાક, પાણી, છાસ આદિની યાચના ભિક્ષુ કરી શકે છે. (૧૧) જે પણ ભિક્ષા મળે તેમાં લોભ ન કરતા આવશ્યકતા અનુસાર જ લે. સાથે જ દાતા અને બાજુમાં ઉભેલી વ્યક્તિના ભાવોનો. વિવેક રાખીને લે. તેમજ ગુરુ આદિથી કોઈ વસ્તુ છુપાવીને ન ખાય. પ્રાપ્ત આહારને સરળભાવ તેમજ સરળ વ્યવહારથી સંયમ યાત્રાના નિર્વાહ માટે, આસક્તિ ભાવથી રહિત બનીને ખાય. (૧૨) કપટ કરનાર, રસમાં આસક્ત અથવા ગુપ્ત રીતથી મદિરા આદિનું સેવન કરનાર ક્યારેય પણ આરાધક થતાં નથી તેમજ તે નિંદાને પાત્ર બને છે. (૧૩) બુદ્ધિમાન મુનિ પૌષ્ટિક પદાર્થોનું તેમજ મધ ,પ્રમાદનો ત્યાગ કરતાં ઉત્કૃષ્ટ તપ-આચરણથી સંયમની આરાધના કરે છે અને પ્રશંસા પ્રાપ્ત કરે છે. (૧૪) જે તપ, વ્રત, રૂપ તેમજ આચારના ચોર હોય છે અર્થાત્ જે આ વિષયોમાં ભગવાનની આજ્ઞાથી વિપરીત આચરણ કરે છે અથવા શક્તિ હોવા છતાં પણ વ્રત–નિયમોનું ઔત્સર્ગિક ઉત્કૃષ્ટ આચરણ કરતા નથી, તપમાં આગળ વધવાની રુચિ રાખતા નથી, વસ્ત્ર–પાત્ર આદિમાં ઊણોદરી કરતાં થકા, અલ્પવસ્ત્રી, અલ્પપાત્રી થવા પ્રયત્ન કરતા નથી, પરંતુ છતી શક્તિએ આરામથી રહેવાનું લક્ષ્ય રાખે છે, તેને અહિંયા 'આચરણનાં ચોર' કહેવામાં આવેલ છે. (૧૫) આવો સાધક, કિલ્વિષિક દેવ, તિર્યંચ, નરક ગતિમાં ભ્રમણ કરે છે. બોધિ દૂર્લભ બને છે. તેથી સરળતાપૂર્વક, શક્તિ અનુસાર તપ સંયમમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહેવું જોઈએ તેમજ એષણાના વિવિધ નિયમો-ઉપનિયમોને, ઔદેશિક આદિ દોષોને ગુરુ આદિ પાસે સારી રીતે સમજીને એષણા સમિતિનું વિશુદ્ધરૂપે પાલન કરતા રહેવું જોઇએ. છઠ્ઠો અધ્યયન-મહા આચાર આ અધ્યયનમાં સાધ્વાચારના વિષયોને અઢાર સ્થાન દ્વારા વિશ્લેષણ કરી સમજાવવામાં આવેલ છે અને સાથે એ પણ કહેવામાં આવેલ છે કે આ અઢાર સ્થાનનું આબાલ-વૃદ્ધ, રોગી-નિરોગી બધા જ સાધુ-સાધ્વીજીઓએ અખંડરૂપથી પાલન કરવું જરૂરી છે. તેમાંથી કોઈપણ સ્થાનની વિરાધના(નિયમોનું ખંડન) કરનાર ભિક્ષુ સાધુપણાથી ભ્રષ્ટ થઈ જાય છે. (૧) બધા જ ત્રસ અને સ્થાવર જીવ જીવવા ઇચ્છે છે, પ્રાણીવધ ઘોર પાપ છે. તેથી મુનિ તેનો સર્વથા(કરવું, કરાવવું, અનુમોદન કરવું–મન, વચન, કાયાથી) ત્યાગ કરે છે. (૨) જૂઠું બોલવું પર પીડાકારી છે, તેમજ અવિશ્વાસ ઉત્પન્ન કરનાર છે. તે બધા ધર્મોમાં ત્યાજ્ય ગણેલ છે. તેથી મુનિ પોતાના માટે કે બીજા માટે ક્રોધાદિ કષાય વશ અથવા હાસ્ય કે ભયથી પણ જૂઠું બોલવાનો સર્વથા ત્યાગ કરે છે. (૩) દીધા વિના કે આજ્ઞા વિના મુનિ તૃણ માત્ર પણ ગ્રહણ કરતા નથી. (૪) મૈથુન સંસર્ગઃ મહાન દોષોને તેમજ પ્રમાદને ઉત્પન્ન કરનાર છે, વળી તે અધર્મનું મૂળ છે તથા પરિણામમાં દુઃખદાયક છે. તેથી મુનિ અબ્રહ્મચર્યનો સર્વથા ત્યાગ કરે છે. (૫) મુનિ સંયમના આવશ્યક ઉપકરણો રાખવા સિવાય કોઈપણ પદાર્થોનો સંગ્રહ કરતા નથી. આવશ્યક ઉપકરણોમાં પણ મમત્વભાવ રાખતા નથી, કેવળ સંયમ જીવનના નિર્વાહ માટે તેમજ દેહ સંરક્ષણ માટે તે ઉપકરણોને ધારણ કરે છે. મુનિને પોતાના Page #191 -------------------------------------------------------------------------- ________________ jainology 191 આગમસાર શરીરમાં પણ મમત્વભાવ ન રાખવો. મમત્વ, મૂછ જો હોય તો શરીર તેમજ ઉપકરણને પણ પરિગ્રહ ગણવામાં આવે છે. ગાથા ૨૧ માં કહ્યું છે કે મીઠું, તેલ, ઘી, ગોળ વગેરે ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરનાર ગૃહસ્થ છે, સાધુ નથી. (૬) અનેક સૂક્ષ્મ, ત્રસ તેમજ સ્થાવર પ્રાણી રાત્રે દેખાતા નથી. એષણા સમિતિ તેમજ ઇરિયા સમિતિનું પાલન પણ રાત્રે થઈ શકતું નથી. તેથી મુનિ રાત્રે સંપૂર્ણ આહારનો ત્યાગ કરે છે. (૭–૧૨) પૃથ્વી આદિ છ કાય જીવોનું મુનિ મન, વચન, કાયાથી સંરક્ષણ કરે છે. (૧૩) અકલ્પનીય- જે પોતાના નિમિત્તથી બનેલ, ખરીદેલ, અન્ય ઓરડાથી કે નહીં દેખાતા સ્થાનથી સામે લાવેલ આહાર ગ્રહણ કરે છે, નિત્ય નિમંત્રણ સ્વીકારીને મનોજ્ઞ અને સદોષ આહાર ગ્રહણ કરે છે, તે પ્રાણીવધનું અનુમોદન કરે છે, તેથી તેવું કરનાર તીર્થકર ભગવાનની આજ્ઞામાં નથી. (૧૪) ગૃહી ભાજન- મુનિએ ગૃહસ્થના થાળી, વાટકા,ગ્લાસ, ત્રાંસ,મટકા,બાદી)વગેરેમાં આહાર- પાણી વાપરવા નહીં, કારણ કે પછી ગૃહસ્થ તે વાસણોને ધોવા માટે સચેત પાણીની વિરાધના કરે કે તે ધોયેલા પાણીને ગટર આદિમાં ફેકે અથવા તે ફેકેલ પાણી ક્યાંક ભેગું થવાથી તેમાં ત્રસ જીવ પડીને મરે છે. (૧૫) પલંગ, ખાટ, મુઢા(વણાટ વાળી ખુરશી) વગેરે દુષ્પતિલેખ શય્યા આસનોને ઉપયોગમાં ન લેવાં. (સુપ્રતિલેખ્ય કાષ્ટના ઉપકરણો માટે આ નિયમ લાગુ પડતો નથી.) (૧૬) ગોચરી માટે ગયેલ ભિક્ષુ ક્યાંય પણ ગૃહસ્થના ઘેર ન બેસે. ત્યાં બેસવાથી– બ્રહ્મચર્યમાં વિપત્તિ, પ્રાણી વધ અને અન્ય ભિક્ષાજીવિકોના અંતરાયરૂપ તેમજ ઘરના માલિકના ક્રોધનું નિમિત્ત બને છે, મતલબ કે એવા સ્થાનનો મુનિ સર્વથા ત્યાગ કરે. વૃદ્ધ, રોગી, તપસ્વી આ ત્રણે ગોચરીમાં ગૃહસ્થના ઘેર શરીરના કરણે થોડો સમય બેસી શકે છે. (૧૭) રોગી હોય કે સ્વસ્થ, સ્નાન કરવું કોઈપણ સાધુને કલ્પતું નથી. એવું કરવાથી તે આચારથી ભ્રષ્ટ બને છે. તેમનો સંયમ શિથિલ બની જાય છે. તેથી ભિક્ષુ ઠંડા કે ગરમ પાણીથી ક્યારેય પણ સ્નાન કરતા નથી. (૧૮) ઉબટન, માલિસ આદિ કરવું તેમજ શરીર કે વસ્ત્રોને સુસજ્જિત–વિભૂષિત કરવા, એ કાર્યો ભિક્ષને કહ્યું નહિ. અલ્પવસ્ત્રી, મુંડ, દીર્ઘ રોમ અને નખવાળા બ્રહ્મચારી ભિક્ષુને વિભૂષાથી શું પ્રયોજન હોય? બ્રહ્મચર્ય વ્રતના પાલન માટે વિભૂષાવૃતિનો ત્યાગ આવશ્યક અને અનિવાર્ય છે. વિભૂષાવૃત્તિથી અથવા તેના સંકલ્પ માત્રથી ભિક્ષુને ચીકણા કર્મનો બંધ થાય છે. કારણ કે તેના માટે અનેક સાવધ પ્રવૃત્તિઓ કરવી પડે છે. વિભૂષાવૃત્તિથી જીવ ઘોર સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી છ કાય જીવના રક્ષક મુનિ વિભૂષા વૃત્તિનું સેવન કરતા નથી. મોહ રહિત તત્ત્વવેત્તા મુનિ તપ, સંયમ તેમજ ક્ષમા, નિલભતા, સરળતા આદિ દશ યતિ ધર્મોમાં તલ્લીન બની જાય છે. તે નવા કર્મબંધ કરતાં નથી તેમજ પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરે છે. તે નિર્મમત્વી, ઉપશાંત, નિષ્પરિગ્રહી, યશસ્વી મુનિ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે અથવા વૈમાનિક દેવ બને છે. અઢાર બોલ અખંડ પાળવાનાં: પાંચ મહાવ્રત, રાત્રિભોજન ત્યાગ, છ કાય જીવોની દયા, (૧૨) આ બાર થયા. આધાકર્મિ આહાર, ગૃહિના ભાજન, દુષપ્રતિલેખ્ય આસન, ગૃહસ્થના ઘેર બેસવું નહિં, સ્નાન ન કરવું અને વિભુષાવૃતિનો ત્યાગ. બીજા આ છ ત્યાજય. સાતમો અધ્યયન–વાય શુધ્ધિ. (૧) આ અધ્યયનમાં ભાષા સંબંધી વિવેક શીખવતાં સૂક્ષ્મતમ સત્યનું નિરૂપણ કરવામાં આવેલ છે. (૨) વેશ માત્ર જોઈને કોઈ સ્ત્રીને પુરુષ' કહે, તો પણ તેને અસત્ય ભાષણના પાપ કર્મનો બંધ થાય છે. તેથી મુનિએ સાવધાનીપૂર્વક સત્ય ભાષણ કરવું જોઇએ. (૩) જઈશું, ખાઈશું, કરીશું, બોલીશું, એવા ભવિષ્યકાળ સંબંધી નિશ્ચયાત્મક પ્રયોગ ભિક્ષુ ન કરે, પરંતુ જવાનો વિચાર છે, વિહાર કરવાનો ભાવ છે ઇત્યાદિ એ રીતે બોલવું જોઇએ. વર પ્રાણીનો વિનાશ થાય તેવી ભાષા ન બોલવી જોઈએ. (૫) કાણાને કાણો, આંધળાને આંધળો, રોગીને રોગી ઇત્યાદિ કોઈને પીડાકારી ભાષા ન બોલવી જોઈએ. તેમજ મુનિએ દુષ્ટ, મૂર્ખ, કપટી, બદમાસ, લંપટ, કૂતરો વગેરે કઠોર ભાષા બોલવી ન જોઇએ. (૬) મા, દાદી, ભાભી, માસી, ફુઈ, દાસી, સ્વામિની અથવા પિતા, દાદા, મામા, માસા, ફુઆ, દાસ, સ્વામી વગેરે ગૃહસ્થ વચન ન બોલવા પરંતુ તેના નામ આદિથી કે બહેન, ભાઈ, બાઈ જેવા યથાયોગ્ય સંબોધનથી બોલાવવા જોઈએ. (૭) મનુષ્ય, પશુ-પક્ષીના વિષયમાં 'આ જાડા તાજા છે, ખાવા પકાવવા યોગ્ય છે' વગેરે ન બોલવું જોઈએ. (૮) આ વૃક્ષ, મકાનના લાકડા માટે યોગ્ય છે, તેવું ન બોલવું. આ જ રીતે ફળ, ધાન્ય, વનસ્પતિના સંબંધમાં ખાવા-પકાવવા યોગ્ય છે તથા નદીના વિષયમાં આ તરવા યોગ્ય છે, તેનું પાણી પીવા યોગ્ય છે વગેરે ઇત્યાદિ સાવધ ભાષા ન બોલવી. (૯) શુદ્ધ પ્રાપ્ત આહાર માટે પણ આ સારૂ બનાવ્યું છે, સારૂ પકાવ્યું છે, વગેરે ભાષા ન બોલવી. (૧૦) આ વસ્તુ સર્વોત્કૃષ્ટ છે, દુનિયામાં આવું અન્ય ક્યાંય નથી, એમાં અગણિત અસંખ્ય ગુણ છે અથવા આ વસ્તુ ખરાબ છે વગેરે ન બોલવું જોઈએ. (૧૧) “બધું જ શબ્દનો પ્રયોગ મુનિએ ન કરવો, જેમ કે બધું જ કહી દઈશ”, “બધું જ કરી લઈશ”, “બધું જ ખાઈશ” વગેરે. (૧૨) ખરીદવા–વેચવાની પ્રેરણા અથવા નિષેધ સૂચક ભાષા ન બોલવી. (૧૩) ગૃહસ્થને આવો, બેસો, જાવ, કરો, ખાઓ વગેરે આદેશ વાક્ય ન કહેવા. Page #192 -------------------------------------------------------------------------- ________________ 192 આગમસાર-પૂર્વાર્ધ (૧૪) લોકમાં ઘણા વેશધારી સાધુ હોય છે, હિંસાના પ્રેરક, માયાવી, ભગવાનની આજ્ઞાના ચોર, રસના આસક્ત, મહાવ્રત, સમિતિ, ગુપ્તિમાં અનુપયુક્ત હોય છે, છકાય જીવોની યતનામાં લક્ષ્યહીન હોય છે, તેવા અસાધુનકુસાધુ)ને સાધુ ન કહેવા. પરંતુ જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપથી સંપન હોય અને ઉપરોક્ત અવગુણોથી રહિત હોય તેવા સાધુઓ ને જ સાધુ કહેવા. (૧૫) કોઈના જય અથવા પરાજયની ભવિષ્યસૂચક ભાષા ન બોલવી. (૧૬) વરસાદ, ઠંડી, ગરમી, દુષ્કાળ, સુકાળ વગેરે કુદરતી રચનાઓના સંબંધમાં તેના થવા કે ન થવા સંબંધી કોઈ ભાષા ન બોલવી જોઇએ, એવી ભાષા નિરર્થક છે, કારણ કે પ્રકૃતિ કોઈ મનુષ્યના વશમાં નથી. (૧૭) “આ તો રાજા છે', “આ તો દેવ છે' એવી અતિશયોક્તિની ભાષા ન બોલવી. રિદ્ધિમાન, ઐશ્વર્યવાન, સંપત્તિશાળી વગેરે કહી. શકાય છે. (૧૮) સાવધ કાર્યો(આરંભ-સમારંભ)ની પ્રેરક અથવા પ્રશંસક ભાષા ન બોલવી. નિશ્ચયકારી, પર–પીડાકારી, ક્રોધ, માન, માયા, લોભ અને ભયને વશ થઈ ન બોલવું તેમજ હાંસી–મજાકમાં ન બોલવું. (૧૯) આ પ્રકારે ભાષાનાં ગુણ દોષો, વિધિ–નિષેધોને જાણીને વિચારપૂર્વક ભાષા પ્રયોગ કરનાર, ઇન્દ્રિયોને વશમાં રાખનાર, કષાયોથી રહિત તેમજ કોઈ પણ પ્રતિબંધથી કે કોઈના આશ્રયથી રહિત મુનિ કર્મોનો ક્ષય કરીને આરાધક બને છે. આઠમો અધ્યયન-આચાર પ્રણધિ. (૧) આચારના ભંડાર સ્વરૂપ સંયમ–તપને પ્રાપ્ત કરી, મુનિએ સદા તેની સર્વોત્કૃષ્ટ આરાધનામાં લીન રહેવું જોઇએ. (૨) પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, લીલાઘાસ અને વૃક્ષમાં પણ જીવ છે અને નાના-નાના ત્રણ પ્રાણી છે તેનામાં મનુષ્ય સમાન જ જીવ છે. મન, વચન, કાયાએ કરી હંમેશા તે જીવોની સાથે અહિંસક તેમજ સાવધાની યુક્ત વ્યવહાર હોવો જોઇએ. કોઈપણ લક્ષ્યથી અર્થાત્ ૧. જીવન-નિર્વાહ માટે ૨. યશ-કીર્તિ માટે ૩. આપત્તિમાં અથવા ૪. ધર્મ સમજીને જન્મ-મરણથી મુક્ત થવાના લક્ષ્યથી પણ મુનિએ તે સ્થાવર અને ત્રસ જીવોની હિંસા ન કરવી જોઇએ અને ન તો તેવા હિંસાજનક કાર્યોની પ્રેરણા કે અનુમોદના આપવી જોઇએ. (૩) સચેત પૃથ્વી અથવા સચેત રજ યુક્ત આસન વગેરે પર ન બેસવું તથા પથ્થર, સચેત પૃથ્વીના છેદન–ભેદન કે તેને ખોતરવી (કોતરવી) વગેરે કૃત્યો ન કરવા, ન કરાવવા. (૪) કાચું પાણી ન પીવું, ન તેનો સ્પર્શ કરવો, વરસાદ આદિથી ક્યારેક શરીર ભીંજાઈ જાય તો તેને લૂછવું નહિ, સ્પર્શ ન કરવો, પોતાની જાતે સુકાઈ જાય ત્યાં સુધી સ્થિરકાય ઉભા રહેવું. (૫) અગ્નિનો કે અગ્નિથી ચાલતા સાધનો જેવા કે મોબાઇલ,કાંડા ઘડીયાલ વગેરેનો સ્પર્શ ન કરવો તથા અગ્નિને પેટાવવો, બુજાવવો ,અગ્નિના સાધનો ચાલુ કરવા, વગેરે ન કરવું. (૬) પંખા, ફૂંક આદિથી હવા ન નાખવી. (૭) વનસ્પતિનું છેદન–ભેદન ન કરવું, ન કરાવવું, તેમજ લીલા ઘાસ, ફૂલ આદિ ઉપર ઉભા ન રહેવું તેમજ ચાલવું–બેસવું વગેરે પ્રવૃતિ ન કરવી.(૮) ત્રસ જીવોની મન, વચન અને કાયાથી હિંસા ન કરવી. (૯) આઠ સૂક્ષ્મ (સજીવ) હોય છે, તેની રક્ષામાં અને યતનામાં અત્યંત સાવધાની રાખવી. તે આઠ સૂમ આ મુજબ છે– ૧. જાકળ, ધુમ્મસ, બરફ, કરા આદિ જલ(સ્નેહકાઇયા) સૂક્ષ્મ છે (નોંધઃ રણપ્રદેશમાં જયાં વરસાદ નથી પડતો ત્યાં પણ વનસ્પિતિ હોય છે, તેમને આ સ્નેહકાયનો પાણી તરીકે ઉપયોગ થાય છે.) ૨. વડ, ઉબરના ફૂલ આદિ ફૂલ સૂક્ષ્મ છે. ૩. તેવી ભૂમિના જ રંગના કે પારદર્શક કંથવા આદિ, પુસ્તકોના સૂક્ષ્મજીવ તથા મચ્છર, લીખ, જૂ, મકોડા આદિ “પ્રાણ સૂક્ષ્મ’ ૪. કીડીઓના દર ૫. પાંચ પ્રકારની લીલ-ફૂગ ૬. વડ આદિના બીજ “બીજ સૂક્ષ્મ’ ૭. નાના-નાના અંકુર હરિતકાય સૂક્ષ્મ’ ૮. માખી, કીડી, ગરોળી, કંસારી આદિના ઈંડા “અંડ સૂક્ષ્મ છે તેથી મુનિ વસ્ત્ર, પાત્ર, શય્યા, આસન, ગમન ભૂમિ, પરિષ્ઠાપન ભૂમિને એકાગ્રચિત્તે સાવધાનીપૂર્વક જુએ અને જીવોની યતના કરે (૧૦) ગોચરી માટે ગયેલ સાધુ ત્યાં યતનાથી ઉભા રહે તેમજ પરિમિત ભાષા બોલે તથા દષ્ટિને કેન્દ્રિત રાખે, ત્યાં અનેક જોયેલી, સાંભળેલી અને અનુભવ કરેલી વાતોને ગંભીરતાથી હૃદયમાં ધારણ કરે. પણ જેને–તેને કે કોઈને કહે નહીં. (૧૧) કોઈના પૂછવાથી કે પૂછ્યા વિના કોના ઘરેથી શું મળ્યું કે શું ન મળ્યું ખરાબ મળ્યું કે સારું મળ્યું; ઇત્યાદિ ગૃહસ્થોને ન કહેવું. (૧૨) ભિક્ષુ અનાસક્ત ભાવે અજ્ઞાત ઘરોમાં(મતલબ કે જે ઘરમાં સાધુના આવવાની તૈયારી કે જાણ ન હોય, એવા ઘરોમાં) નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત કરે, પરંતુ સાધુના નિમિતે બનાવેલ, ખરીદેલ કે લાવેલ સદોષ આહારને ગ્રહણ ન કરે (૧૩) ભિક્ષુ સંતોષી તેમજ અલ્પ ઇચ્છાવાળો હોય તેમજ જેવા આહાર, શય્યા વગેરે મળે તેમાં જ નિર્વાહ કરનાર તેમજ સંતોષ રાખી પ્રસન્ન રહેનાર બને. (૧૪) કષ્ટ-પરીષહ તેમજ મનોજ્ઞ–અમનોજ્ઞ, ઇન્દ્રિય વિષયો પ્રાપ્ત થાય ત્યારે અદીન–ભાવે સહન કરે. (૧૫) (દેહ દુઃખ મહાફલ) શારીરિક કષ્ટોને સમ્યક પ્રકારે સહન કરવા, તે મોક્ષ રૂપી મહાન ફળને દેનાર છે. (૧૬) મુનિ ઇચ્છા કે જરૂરિયાતથી અલ્પ મળે ત્યારે ક્રોધ કેનિન્દા ન કરે (૧૭) મુનિ આત્મપ્રશંસા(ઉત્કર્ષ) તેમજ પર નિંદા(તિરસ્કાર) કયારેય ન કરે. જ્ઞાનનું અભિમાન ન કરે. સૂત્રકૃતાંગ સૂત્ર અધ્યયન-રમાં કોઈનો પરાભવ – નિંદા-તિરસ્કાર(અપમાન) કરનારને મહાન સંસારમાં પર્યટન કરનાર કહેલ છે. (૧૮) પોતાની યોગ્યતા, ક્ષમતા, સ્વાથ્યનો વિચાર કરી સંયમ પાલન કરતા મુનિને તપ, સ્વાધ્યાય, ધ્યાન આદિ યોગોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરતા રહેવું જોઈએ, પરંતુ પ્રમાદ ન કરવો જોઇએ (૧૯) વૃદ્ધાવસ્થા, રોગ અને ઇન્દ્રિયોથી અશક્ત થયા પહેલાં જ સંયમમાં પરાક્રમ કરી લેવું જોઈએ. (૨૦) ક્રોધ પ્રીતિનો, માન વિનયનો, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વગુણોનો નાશ કરે છે. તેથી તે સર્વેના પ્રતિપક્ષી ઉપશમ, મૃદુતા, સરળતા અને સંતોષને ધારણ કરી કષાય વિજેતા બનવું જોઇએ. ખરેખર કષાય જ પુનર્જન્મના મૂળને સિંચનાર અવગુણ છે. (૨૧) રત્નાધિક ભિક્ષુઓની વિનય-ભક્તિ કરવી, તેમાં પણ સંયમ મર્યાદાનું અર્થાત્ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કયારેય ન કરવું Page #193 -------------------------------------------------------------------------- ________________ jainology 193 આગમસાર (૨૨) નિદ્રાને બહુ આદર ન આપવો, હાસ્યનો તેમજ પરસ્પર વાતો કરવાનો ત્યાગ કરવો અને સદા સ્વાધ્યાયમાં લીન રહેવું જોઇએ. (૨૩) મુનિએ આળસ છોડી સંયમ, તપ, સ્વાધ્યાયમાં વૃદ્ધિ કરવી. (૨૪) કાયાથી, આસનથી તેમજ વચનથી ગુરુનો પૂર્ણ વિનય કરવો. (૨૫) જે ભાષાને બોલવાથી કોઈને અપ્રીતિ થાય, ગુસ્સો આવે એવું ન બોલવું. (૨૬) ગંભીરતાથી વિચાર કરીને અસંદિગ્ધ ભાષા બોલવી. (૨૭) વિદ્વાન, બહુશ્રુત આદિની પણ કયારેય ભાષામાં અલના–ભૂલ થઈ જાય તો તેમનો ઉપહાસ કરવો નહીં. (૨૮) મુનિ સ્વપ્ન ફળ, નિમિત્ત, ઔષધ, ભેષજ ગૃહસ્થને ન બતાવે. (૨૯) મુનિએ ગૃહસ્થ માટે બનાવેલ, સ્ત્રી, પશુ આદિથી રહિત અને મળ-મૂત્ર પરઠવાની ભૂમિ,આગળથી પુછી-અવલોકી અને પછી જ કોઈ સ્થાનમાં રહેવું. ગૃહસ્થોનો સંપર્કપરિચય ન વધારવો. (૩૦) મરઘીના બચ્ચાને સદાય બિલાડીનો ડર રહે છે, તેવી જ રીતે બ્રહ્મચારી મુનિને સ્ત્રી શરીરથી સદા જોખમ રહે છે, તેથી સ્ત્રી, સહનિવાસ ન કરવો, તેમના રૂપ કે ચિત્ર ન જોવા; દષ્ટિ પડતાં જ તેને ફેરવી લેવી; જેવી રીતે સૂર્ય પર ગયેલ દષ્ટિ તરત હટી જાય છે (૩૧) અતિ વૃદ્ધ જર્જરિત દેહવાળી સ્ત્રી હોય તો પણ સહનિવાસ ન કરવો. (૩૨) બ્રહ્મચારી ભિક્ષુ માટે ત્રણ પ્રવૃત્તિઓ તાલપુટ વિષ સમાન છે– ૧. વિભૂષા- શૃંગાર ૨. સ્ત્રી-સંસર્ગ ૩. પૌષ્ટિક ભોજન. (૩૩) સુંદર રૂપ પણ પુદ્ગલ પરિણમન છે, ક્ષણિક છે, પરિવર્તનશીલ છે, તેવું જાણી મુનિ તેમાં અનાસક્ત રહે. (૩૪) જે ભાવનાથી, લક્ષ્યથી, વૈરાગ્યથી ઘર છોડી સંયમ ગ્રહણ કરેલ, તે લક્ષ્યને કાયમ રાખવું જોઇએ. અન્ય લક્ષ્યોને સ્થાન ન દેતા તેનાથી મુક્ત રહેવું જોઈએ. સંયમ ગ્રહણનું લક્ષ્ય હોય છે– સ્વ આત્મ કલ્યાણ કરવું, શરીરનું મમત્વ ન રાખતાં ૨૨ પરીષહ જીતવા, સમભાવ રાખવો અને સંપૂર્ણ ઇચ્છાઓને, જીવનને જિન આજ્ઞામાં સમર્પિત કરી દેવો, તેમજ સમય માત્રનો પણ પ્રમાદ ન કરતાં, સદા સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવૃત્યમાં લીન રહેવું. સાથે જ પોતાની ક્ષમતા તેમજ ચિત્ત સમાધિનો ખ્યાલ રાખવો, સર્વત્ર જરૂરી સમજવું જોઇએ. (૩૫) સ્વાધ્યાય અને શુભ ધ્યાનમાં લીન રહેનાર તેમજ વિશુદ્ધ ભાવથી તપમાં પુરુષાર્થ કરનાર, કષ્ટ સહિષ્ણુ, જિતેન્દ્રિય મુનિ રાગદ્વેષ અને પરિગ્રહથી મુક્ત થઈ જાય છે. નવમો અધ્યયન–વિનય સમાધિ. : પ્રથમ ઉદ્દેશક (૧) ગુરુ, રત્નાધિક ભિક્ષુ અલ્પવય, અલ્પબુદ્ધિવાળા હોય તો પણ તેમનો પૂર્ણ વિનય કરવો જોઈએ. તેમની કયારેય હીલના(આશાતના) ન કરવી જોઇએ. (૨) ગુરુ આદિની આશાતના સ્વયં ને જ અહિત કરનારી છે. (૩) અગ્નિ પર ચાલવું, આશીવિષ સર્પને છંછેડવો, જીવવાની ઇચ્છાથી વિષ ખાવું, પર્વતને મસ્તકથી તોડવાનો પ્રયત્ન કરવો, સૂતેલા સિંહને જગાડવો, તલવારની ધાર પર હાથથી પ્રહાર કરવો, વગેરે જેમ દુઃખકારી અને મૂર્ખતાપૂર્ણ પ્રવૃત્તિઓ છે તેમજ ગુરુ આદિની આશાતના, હીલના કરવી તે પણ સ્વયંના દુઃખોની એટલે સંસારની વૃદ્ધિ કરવા સમાન છે. તેથી મોક્ષના અભિલાષી મુનિએ સદા ગુરુ આદિના ચિત્તની આરાધના કરતાં થકા રહેવું જોઇએ. (૪) અગ્નિહોત્રી(હવન કરનાર) જીવન પર્યંત, તેમજ વિદ્વાન થઈ જવા છતાં પણ અગ્નિનું સન્માન–બહુમાન રાખે છે, તે પ્રકારે મુનિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય તો પણ ગુરુ આદિનાં વિનય, બહુમાન કરતાં રહે છે. બીજો ઉદ્દેશક (૧) વૃક્ષના મૂળમાંથી જ સ્કંધાદિ ફળ પર્યન્ત વૃદ્ધિ થાય છે, તે પ્રકારે ધર્મમાં વિનય મૂળની સુરક્ષા તેમજ વૃદ્ધિથી મોક્ષ-ફળ પર્યા બધાં જ ગુણોની ઉપલબ્ધિ થાય છે. અર્થાત્ આ જિનશાસન વિનયમૂળ ધર્મવાળું છે. વિનયથી યુક્ત મુનિને જ કીર્તિ, શ્લાઘા, મૃત. આદિ સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે. (૨) અવિનીત, અભિમાની, બોલવામાં ફૂવડ, માયાવી વ્યક્તિ, પાણીના તીવ્ર પ્રવાહમાં પડેલ લાકડાની જેમ દુઃખમય સંસારમાં ગોથા ખાતા રહે છે. (૩) સંસારમાં પણ અવિનીત વિદ્યાર્થી અધ્યાપકોનો માર ખાય છે, અવિનીત હાથી-ઘોડા પણ મારપીટથી વશમાં કરવામાં આવે છે (૪) દેવ બનનારમાં પણ અવિનીતોની હીન દશા થાય છે અર્થાત્ તેને પણ કિલ્વિષિક આદિની પ્રાપ્તિ થાય છે. (૫) ૭૨ કળા શીખનાર વિદ્યાર્થી અનેક કષ્ટ સહન કરીને પણ સ્થિર બુદ્ધિથી અભ્યાસ કરે છે અને ત્યારે જ તે પારંગત થાય છે. (૬) તેથી મોક્ષાર્થી મનિ આચાર્ય–ઉપાધ્યાયના અનુશાસનથી કયારેય પણ સંત્રસ્ત ન બને, તો જ તેને અક્ષય સુખ–નિધી પરમ નિર્વાણની પ્રાપ્તિ થાય છે. (૭) ધન મેળવવા માટે– ફક્ત એક ભવના સુખના લક્ષ્યવાળા પણ કેટલા સહનશીલ બને છે? જ્યારે મુનિએ તો અનંત ભવભ્રમણ મિટાવી પરમસુખી બનવા માટે પૃથ્વી સમાન મહાન સહનશીલ બની સંયમ આરાધના કરવી જોઇએ. (૮) આચાર્ય આદિ પ્રત્યે કયારેય પણ ખિન્ન બનવું નહિ. પરંતુ દરેક પ્રકારે વિનય ભક્તિ સુશ્રુષાથી ચિત્તની આરાધના કરવી. તેમના ઇશારા અને સંકેત માત્રને સમજી, નિર્દેશ અનુસાર પ્રવૃત્તિ કરવી. વિનયીનું જ્ઞાન પાણીથી સિંચેલા વૃક્ષની જેમ પ્રતિદીન વધે છે. (૯) અવિનીતની તેમજ અવગુણોને ધારણ કરનારની મુક્તિ થતી નથી.(૧૦) વિનયથી સંપન્ન શિષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. ત્રીજો ઉદ્દેશક (૧) આ ઉદ્દેશકમાં પૂજ્ય કોણ હોય છે, તે બતાવવા ભિક્ષુના અનેક ગુણોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય વિષય છે– ૧. વિનય ૨. શુદ્ધ અજ્ઞાત ભિક્ષા ૩. અલ્પ ઇચ્છા ૪. વચનરૂપી બાણોને, પોતાનો મુનિ ધર્મ સમજી સહન કરવા. ૫. ભાષા વિવેક ૬. નિંદાનો અથવા વિરોધ ભાવનો ત્યાગ ૭. લોલુપતા રહિત થવું ૮. મંત્ર-તંત્ર, નિમિત્ત, કુતૂહલથી દૂર રહેવું વગેરે. Page #194 -------------------------------------------------------------------------- ________________ 194 આગમસાર–પૂર્વાર્ધ (૨) જે પ્રકારે સુપુત્રીને માતા-પિતા યોગ્ય વર સાથે સ્થાપિત કરે છે, તે પ્રકારે યોગ્ય શિષ્યને, ગુરુ આદિ શ્રેષ્ઠ શ્રુતસમ્પન્નતા વગેરે ગુણોથી પ્રતિષ્ઠિત કરે છે તેમજ ઉચ્ચ શ્રેણીમાં પહોંચાડી દે છે. (૩) તેથી ગુરુની આજ્ઞામાં રત રહેનાર મુનિ, સત્યરત, જિતેન્દ્રિય, કષાય મુક્ત, જિનમતમાં નિપુણ બની પૂજ્ય બની જાય છે અને અંતમાં કર્મ રજને પૂર્ણ નષ્ટ કરી મુક્ત બની જાય છે. * ચોથો ઉદ્દેશક મોક્ષ પ્રાપ્તિ માટે ચાર પ્રકારની સમાધિ મુનિ ધારણ કરે – ૧. વિનય ૨. શ્રત ૩. તપ અને ૪. આચાર. (૧) વિનય– હિતકારી અનુશાસનનો સ્વીકાર કરવો, ગુરુની સુશ્રુષા કરવી અને અભિમાનને સદા અલગ રાખવું. (૨) શ્રત- “શ્રુતજ્ઞાનની વૃદ્ધિ થશે. ચિત્ત એકાગ્ર બનશે. તેવું સમજી અધ્યયનમાં લીન રહેવું. શ્રુત સંપન્ન મુનિ પોતાને અને બીજાઓને સંયમમાં, ધર્મમાં સ્થિર રાખી શકે છે. તેથી જ મનિએ હંમેશાં શ્રતનું અધ્યયન કરતા રહેવું જોઇએ. (૩) તપ- આ લોકની કોઈપણ ઇચ્છા ન રાખતા તેમજ પરલોકની પણ ઇચ્છા ન રાખતા, એકાત્ત કર્મ નિર્જરા માટે તપ કરવું. તપથી યશ-કીર્તિની ચાહના પણ ન હોવી જોઇએ. (૪) આચાર– જિનાજ્ઞાને સદા પ્રમુખ રાખતાં, તેમજ ગણગણાટ ન કરતાં મહાવ્રત, બ્રહ્મચર્ય, સંયમ, સમાચારી, પરીષહ સહન આદિનું કેવળ મુક્તિના હેતુથી તેમજ જિનાજ્ઞાની આરાધનાના હેતુથી પાલન કરવું જોઈએ. જિનાજ્ઞા વિરુદ્ધ અન્ય કોઈ હેતુ–લક્ષ્ય ન હોવું જોઇએ. (૫) આ ચારેય સમાધિથી વિશુદ્ધ આત્મા વિપુલ, હિતકારી, સુખકારી, કલ્યાણકારી, નિર્વાણ પદને પ્રાપ્ત કરે છે અર્થાત્ નરક આદિ ગતિઓના જન્મ-મરણથી સર્વથા મુક્ત બની જાય છે. દશમો અધ્યયન-સભિક્ષુ.. આ અધ્યયનમાં ભિક્ષુ કોણ હોય છે, તે બતાવતાં અનેક આચારોનો, ગુણોનો નિર્દેશ કરવામાં આવેલ છે. (૧) મુનિ નિત્ય ચિત્તને સંયમ સમાધિમાં રાખે, સ્ત્રીના વશમાં ન થાય, વમન કરેલ વિષયોની ઇચ્છા ન રાખે. (૨) મુનિ ભૂમિ ન ખોદે, ન ખોદાવે. કાચું પાણી ન પીવે, ન પીવાનું કહે, અગ્નિ ન પેટાવે, ન પેટાવવાનું કહે, પંખો કરે નહિ, કરાવે નહિ, લીલોતરીનું છેદન ન કરે, બીજ ને કચડતા ન ચાલે, સચેત ક્યારેય પણ ન ખાય. (૩) અનેક ત્રસ અને સ્થાવર પ્રાણીઓની હિંસાનું કારણ જાણી મુનિ પોતાના ઉદ્દેશ્યથી બનેલ આહારને ન ખાય તેમજ પોતે ભોજન પકાવે નહીં અને અન્ય પાસે પકાવરાવે નહીં. (૪) મુનિ છ કાયને આત્મવત્ સમજે, પાંચ મહાવ્રત પૂર્ણ પાળે, પાંચ આશ્રવથી સદા નિવૃત્ત રહે. (૫) મુનિ ચાર કષાયનું સદા વમન(ત્યાગ) કરે, જિનાજ્ઞાનું દઢતાથી પાલન કરે, ગૃહસ્થના કૃત્ય ન કરે. જપૂર્વક તેમજ ચિંતન યક્ત સમ્યકત્વ, જ્ઞાન, તપ અને સંયમને ધારણ કરી મન, વચન અને કાયાથી સસંવત બને. (૭) મુનિ મળેલ આહાર પરસ્પર વહેંચીને ખાય, તેનો સંગ્રહ ન કરે.(૮) મુનિ ક્લેશ-કદાગ્રહથી દૂર રહે. (૯) મુનિ અનેક કઠણ તપસ્યાઓ અને ભયાનક પ્રતિમાઓને ધારણ કરે અને શરીરની આકાંક્ષા–મમત્વ છોડી દે. (૧૦) મુનિ આક્રોશ, પ્રહાર, તર્જનાઓને સહન કરી સુખ, દુઃખમાં સમાન રહે. સહનશીલતામાં પૃથ્વી સમાન બને. (૧૧) મુનિ જન્મમરણના મહાન ભયને જાણી તેનાથી પોતાના આત્માનો ઉદ્ધાર કરવા શ્રમણ્યમાં તથા તપમાં લીન રહે. (૧૨) મુનિ હાથ, પગ, કાયા, ઇન્દ્રિયોને પૂણે સંયમમાં રાખે તેમજ પોતાના સૂત્રાથે જ્ઞાનની વૃદ્ધિ કરે. (૧૩) મુનિ ઉપકરણો પર મૂછભાવ-મોહભાવ ન રાખે, શરીરનું મમત્વ છોડી અજ્ઞાત ભિક્ષા લે, અલ્પ તેમજ સામાન્ય આહાર કરે, જય-વિક્રયથી કે સંગ્રહથી દૂર રહે, તેમજ ગૃહસ્થ-સંસર્ગ, આસક્તિથી પણ મુક્ત રહે. (૧૪) મુનિ લોલુપી અને સમૃદ્ધ ન બને, દોષોનું સેવન ન કરે અને ઋદ્ધિ, સત્કાર, પૂજા ઇચ્છે નહિ. (૧૫) મુનિ બીજાને 'આ કુશીલ છે, વગેરે ન કહે અને એવું પણ ન કહે જેનાથી બીજાને ગુસ્સો આવે. પ્રત્યેક વ્યક્તિના પુણ્ય, પાપ, પુરુષાર્થ ભિન્ન-ભિન્ન હોય છે તેવું ચિંતન કરી સમભાવ, મધ્યસ્થ ભાવ, કરુણા ભાવ રાખે, પરનિંદા તેમજ સ્વ પ્રશંસા ન કરે. (૧૬) મુનિએ પોતાની જાતિ, રૂપ, લાભ, જ્ઞાન વગેરે બધા જ પ્રકારના મદનો ત્યાગ કરવો તેમજ ધર્મ ધ્યાનમાં સદા લીન રહેવું. (૧૭) મુનિએ સંયમ ધારણ કરી કુશીલતાનો ત્યાગ કરવો, પોતે સંયમ ધર્મમાં લીન રહેવું, બીજાને સ્થિર કરવા, હાસ્ય, કુતૂહલનો ત્યાગ કરવો. (૧૮) આ પ્રકારે મુનિ નિત્ય આત્મ હિતમાં સ્થિર થઈ, અનિત્ય અને અપવિત્ર દેહની દેહ આધીનતા છોડી દેહાતીત બની, જન્મ મરણથી મુક્ત થઈ જાય છે. પ્રથમ ચૂલિકાનો સારાંશ આચાર તેમજ વિનય સંબંધી વિષયનાં વર્ણનને દશ અધ્યયનમાં કહ્યા બાદ બાકીના વિષયને બે ચૂલિકા દ્વારા કહેવામાં આવ્યા છે. (૧) સંયમથી ચિત્ત ચલિત થઈ જાય અર્થાત્ કષ્ટો સહેવામાં કે બ્રહ્મચર્ય પાલનમાં ચિત્ત થાકી જાય અને ફરી ગૃહસ્થ જીવન સ્વીકાર કરવાનો વિચાર ઉત્પન્ન થઈ જાય તો તે વિચારોને નિયંત્રિત કરવા માટે કે અંકુશમાં રાખવા માટે “રતિ વાક્ય’ નામની પ્રથમ ચૂલિકા છે. તેમાં સંયમના પ્રતિ રતિ-રુચિ ઉત્પન્ન કરનાર વાક્ય-ઉપદેશ વાક્ય કહેવામાં આવેલ છે. (૨) શ્રમણનું સંયમમાં તો ચિત્ત હોય, પરંતુ તેને સામુહિક જીવનમાં શાંતિ- સમાધિ તથા સંયમ આરાધનામાં સંતોષ ન હોય અને અન્ય કોઈ યોગ્ય સમાધિકારક સાથી ન મળે તો એકલા જ વિચરણ કરી આરાધના કરવી. તેના સ્પષ્ટીકરણ માટે “વિવિક્ત ચર્યા' નામની બીજી ચૂલિકા છે. “વિવિક્ત ચર્યા” એ “એકલ વિહાર ચર્યા’નો જ પર્યાયવાચી શબ્દ છે. Page #195 -------------------------------------------------------------------------- ________________ jainology | 195 આગમસાર અસ્થિર આત્માવાળાએ આ પ્રકારે વિચાર કરવો જોઇએ– (૧) હે આત્મન્ ! આ દુષમ કાળ—પાંચમા આરાનું જીવન જ દુ:ખમય છે. (૨) ગૃહસ્થ લોકોના કામભોગ અતિઅલ્પ અને અલ્પકાલીન છે.(૩) સંપર્કમાં આવનાર લોકો બહુ જ માયાવી અને સ્વાર્થી હોય છે (૪) આ ઉત્પન્ન થયેલ દુઃખ અધિક સમય તો રહેનાર નથી જ.(૫)ગૃહસ્થ જીવનમાં ઘણા બધા સામાન્ય લોકોની ગરજ કરવી પડે છે (૬) ગૃહસ્થ બનવું તે વમન કરેલ વસ્તુ ને ચાટવા એટલે ફરી ખાવા સમાન છે. (૭) ફરી ગૃહસ્થી બનવું તે નિમ્નસ્તરમાં જવાની અથવા દુર્ગતિની તૈયારી છે.(૮) ગૃહસ્થ જીવનમાં ધર્મ પાલન અતિ કઠિન હોય છે (૯–૧૦) રોગ તેમજ સંયોગ–વિયોગના સંકલ્પ આત્મ સુખોનો નાશ કરનાર છે. (૧૧-૧૨) ગૃહવાસ એ કલેશ, કર્મબંધ અને પાપથી પરિપૂર્ણ છે અને સંયમ એ કલેશ રહિત, મોક્ષરૂપ અને પાપ રહિત છે. (૧૩) ગૃહસ્થના સુખ–કામભોગ અત્યન્ત તુચ્છ સામાન્ય છે. (૧૪) પોતાના શુભાશુભ કર્મ અનુસાર સુખ–દુ:ખ ભોગવવા આવશ્યક છે.(૧૫) મનુષ્ય જીવન જાકળ બિંદુ સમાન અસ્થિર છે. (૧૬) હે આત્મન્ ! નિશ્ચયથી પૂર્વે બહુ જ પાપ કર્મોનો સંચય કરી રાખેલ છે. (૧૭) પૂર્વ સંચિત્ત દુષ્કૃતનું ફળ અવશ્ય ભોગવવું પડશે અથવા તપથી ક્ષય કરવું પડશે, ત્યારે જ મુક્તિ મળી શકે છે. (૧૮) કોઈપણ અસ્થિર આત્મા સંયમને છોડયા બાદ પશ્ચાત્તાપ કરે છે. દેવલોકના ઇન્દ્ર, દેવ, રાજા, વગેરે પોતાના સ્થાનેથી ચ્યુત થઈ નિમ્ન સ્થાનોને પ્રાપ્ત કરી પૂર્વ અવસ્થાનું સ્મરણ કરીને ખેદ કરે છે. તેવી જ રીતે યુવાની વીતી ગયા પછી વૃદ્ધાવસ્થામાં તે સંયમ ત્યાગનાર ખેદ કરે છે. (૧૯) જ્યારે કુટુંબ પરિવારની અનેક ચિંતાઓથી ચિંતિત થાય છે, ત્યારે કીચડમાં ફસાયેલ હાથીની જેમ પશ્ચાત્તાપ કરે છે. તેને એ વિચાર આવે છે કે અગર હું આજે જો સાધુ અવસ્થામાં હોત તો સ્થિવર કે બહુશ્રુત વગેરે બન્યો હોત. (૨૦) વાસ્તવમાં જો મુનિ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત બની સંયમ તપમાં લીન બને તો સંયમ મહાન સુખકર છે, તેમજ ઉચ્ચ દેવલોક સમાન આનંદકર છે પરંતુ સંયમમાં અરુચિ રાખનાર માટે એ જ સંયમ મહાન દુ:ખકર બની જાય છે. (૨૧) આવું જાણી સદા સંયમમાં રમણતા કરવી જોઇએ અર્થાત્ સ્વાધ્યાય, ધ્યાન, તપમાં તલ્લીન રહેવું જોઇએ. (૨૨) સંયમથી વ્યુત થયેલાં તેમજ ભોગોમાં આસક્ત બનેલા જીવને અપયશ, અપકીર્તિ અને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. (૨૩) મુનિ એવો વિચાર કરે કે– નરકના અસંખ્ય વર્ષોના દુઃખની સામે સંયમના માનસિક આદિ દુઃખ અત્યંત નગણ્ય છે; આ દુઃખ, આ શરીર અને આ ભોગ બધું જ અલ્પકાલીન છે, ક્ષણિક છે. (૨૪) તેવી રીતે પોતાના આત્માને અનુશાસિત કરી હિત—અહિત, હાનિ—લાભનો વિચાર કરી સંયમમાં સ્થિર રહેવું જોઇએ અને મન, વચન અને કાયાથી જિનાજ્ઞાની આરાધના કરવી જોઇએ. - બીજી ચૂલિકા (૧) સંસારની સમસ્ત વૃત્તિઓ અનુશ્રોત ગમન રૂપ એટલે કે પ્રવાહમાં ચાલવા સમાન છે અને સંયમના સમસ્ત આચાર પ્રતિશ્રોત ગમનરૂપ પ્રવાહની સામે ચાલવા સમાન છે. ખરેખર ઇચ્છા–સુખ, ઇન્દ્રિયસુખ તેમજ લોક પ્રવાહની અપેક્ષાએ સંયમના આચાર નિયમ વિપરીત કે વિલક્ષણ જ હોય છે. ઇન્દ્રિયાભિમુખ પ્રવૃત્તિ અને ૧૮ પાપ સેવન સંસાર(અનુશ્રુતિ) છે. ઇન્દ્રિયોથી વિરક્ત(ઉદાસીન) પ્રવૃત્તિ અને પાપ ત્યાગ પ્રયત્ન એ ધર્મ (પ્રતિશ્રુતિ ગમન) છે. (૨) સંયમચર્યા, ગુણ, નિયમ આદિ સંવર તેમજ સમાધિની મુખ્યતાવાળા છે. (૩) અનિયતવાસ, અનેક ઘરેથી આહાર પ્રાપ્તિ, અજ્ઞાત ઘરોથી અલ્પઆહાર ગ્રહણ, એકાન્તવાસ, અલ્પઉપધિ એ મુનિના પ્રશસ્ત આચાર છે. આકીર્ણ–જનાકુલ સંખડી વર્જન,(જયાં મોટો માનવ સમુદાય ભેગો થયો હોય અથવા તો ભોજન સમારંભમાંથી વહોરવાનો ત્યાગ), દષ્ટ સ્થાનેથી દેવામાં આવતો આહાર જ ગ્રહણ કરવો, પશ્ચાત્ કર્મ આદિ દોષ વર્જન, મદિરા, માંસ, મત્સ્ય આહારનો ત્યાગ, વારંવાર વિગયોનો ત્યાગ એટલે કે પ્રાયઃ સામાન્ય અને નિરસ આહારજ કરવો, વારંવાર કાયોત્સર્ગ તેમજ સ્વાધ્યાયના યોગોમાં જ પ્રયત્નશીલ રહેવું તે ભિક્ષુના આવશ્યક આચાર છે. કોઈપણ શયન, આસનમાં કે ગ્રામાદિમાં મમત્વભાવ ન કરવો, પ્રતિબદ્ધ ન થવું, ગૃહસ્થ સેવા તેમજ તેમને વંદન–પૂજન ન કરવા, સંક્લેશકારી સાથીઓ સાથે ન રહેવું, સંયમ ગુણોની હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું. પુણ્યભાવથી સહયોગી, શાન્તિ પ્રદાયક, ગુણવાન સાથી ન મળે તો સંયમ છોડવાનો સંકલ્પ ન કરતાં એકલા જ સંયમ પાલન કરવું. ભિક્ષુ એકલ વિહારચર્યા કાળમાં અત્યંત સાવધાન રહે; કામભોગોમાં, ઇન્દ્રિય વિષયોમાં અનાસક્ત રહે. એક વર્ષ સુધી પુનઃ તે ક્ષેત્રમાં ન જવું, જ્યાં ઉત્કૃષ્ટ કલ્પ ચાતુર્માસ રહેલ હોય. અન્ય પણ સૂત્રાજ્ઞાઓનું પૂર્ણ ધ્યાન રાખે. હંમેશાં સૂતાં, ઊઠતાં મુનિ આત્મનિરીક્ષણ–ગવેષણ કરે કે– મૈં તપ સંયમમાં શું પુરુષાર્થ ર્યો છે અને ક્યો પુરુષાર્થ કરવાનો બાકી છે ? શક્તિ હોવા છતાં પણ હું, શું પુરુષાર્થ કરતો નથી ? બીજાને મારા ક્યા અવગુણ દેખાય છે અને મને ક્યા દેખાય છે ? ક્યા દોષોને હું જાણવા છતાં પણ છોડતો નથી ? આ પ્રમાણે વિચાર કરી મુનિ કોઈ પણ દૂષણ લાગે તો તેને શીઘ્ર દૂર કરી ગુણોને ધારણ કરે. આ પ્રમાણે પ્રયત્ન કરનાર મુનિ એકલા હોવા છતાં પણ સદા સંયમી જીવન જીવે છે, તેથી લોકો તેને આત્માર્થી, ઉચ્ચ આત્માની દૃષ્ટિએ જુએ છે. સાધકે બધી જ ઇન્દ્રિયોને સમાધિમાં રાખતા થકા, કર્મબંધથી આત્માની રક્ષા કરવી જોઇએ. આત્મરક્ષા નહીં કરનાર જન્મ-મરણ વધારે છે. સાચો આત્મરક્ષક સર્વ દુઃખોનો અંત કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. ॥ દશવૈકાલિક સૂત્રનો સારાંશ સમાપ્ત I Page #196 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 196 પરિશિષ્ટ-૧: અધ્યયન–ર:–બ્રહ્મચર્યની જાણો શુદ્ધિ, ઉપનિયમોમાં જેની બુદ્ધિ (૧) દૂધ, ઘી, મીઠાઈ, માવા-મલાઈ, માખણ આદિ પૌષ્ટિક પદાર્થોનું સેવન ન કરવું, બદામ-પિસ્તા આદિ મેવાના પદાર્થોનો પણ ત્યાગ કરવો. (૨) આ પદાર્થોની ક્યારેક જરૂર હોય તો અલ્પ માત્રાનું ધ્યાન રાખવું અને નિરંતર અનેક દિવસ સુધી સેવન ન કરવું. (૩) મહિનામાં ઓછામાં ઓછા ચાર દિવસ આયંબિલ અથવા ઉપવાસ આદિ તપસ્યા અવશ્ય કરવી. (૪) હંમેશાં ઊણોદરી કરવી અર્થાત્ કોઈપણ સમયે પૂર્ણ ભોજન ન કરવું.(પેટ ભરી જમવું નહિ). તેમજ સાંજના સમયે ભોજન ન કરવું અથવા અતિ અલ્પ માત્રામાં આહાર લેવો. (૫) સ્વાથ્ય અનુકૂળ હોય તો એકવારથી વધુ ભોજન ન કરવું અથવા યથા સંભવ ઓછી વખત ખાવું. તેમજ એકવારના ભોજનમાં પણ ખાદ્ય પદાર્થોની સંખ્યા બહુ ઓછી રાખવી. (૬) ભોજનમાં મરચાં-મસાલાની માત્રા અતિ અલ્પ રાખવી, અથાણા આદિનું સેવન ન કરવું. તેમજ તળેલા ખાદ્ય પદાર્થોનું સેવન ન કરવું. ચૂર્ણ અથવા ખાટા પદાર્થોનું સેવન ન કરવું. (૭) રાસાયણિક ઔષધિઓનું કે ઉષ્મા(ગરમી/શક્તિ) વર્ધક ઔષધિનું સેવન ન કરવું. બને ત્યાં સુધી ઔષધનું સેવન પણ ન કરવું. (૮) મહિનામાં ઓછામાં ઓછા ૧૫ દિવસ રૂક્ષ અથવા સામાન્ય આહાર કરવો અર્થાત્ ધાર વિનયનો(ઘી, દૂધ, દહીં આદિ) ત્યાગ કરવો. (૯) સ્ત્રીનો નજીકથી સંપર્ક અથવા તેના મુખ, હાથ, પગ, તેમજ વસ્ત્રાભૂષણ આદિને જોવાની પ્રવૃતિ ન કરવી. (૧૦) દિવસે સૂવું નહિ. તેમજ ભોજન બાદ તરત જ સંકુચિત્ત પેટ રાખી બેસવું કે સૂવું નહિ. ) ભિક્ષએ વિહાર અથવા ભિક્ષાચારી આદિ શ્રમ કાર્ય અવશ્ય કરવું અથવા તપશ્ચર્યા કે ઉભા રહેવાની પ્રવૃતિ રાખવી. (૧૨) ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, તેમજ દશવૈકાલિક સૂત્રનો સ્વાધ્યાય તેમજ વાચના, અનુપ્રેક્ષા આદિ કરતાં રહેવું. તથા નિયમિત પ્રભુ ભક્તિ કરવી. (૧૩) સૂતા સમયે અને ઊઠતા સમયે કંઈક આત્મહિત વિચાર અવશ્ય કરવા. (૧૪) ક્રોધનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે મૌન રહેવું, આવેશયુક્ત બોલવાની પ્રવૃત્તિનો ત્યાગ કરવો. (૧૫) યથા સમયે સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ અવશ્ય કરવા. આ સાવધાની રાખવી એ ગચ્છગત અને એકલ વિહારી બધાં જ તરુણ ભિક્ષુઓ માટે અત્યન્ત હિતકર છે. આ સાવધાનીઓથી યુક્ત જીવન બનાવવાથી વિકાર ઉત્પન્ન થવાની સંભાવના પ્રાયઃ રહેતી નથી. પરિશિષ્ટ-૨, અધ્યયન-૩:-સાધુ જીવનમાં દત્તમંજન સંયમ પાલન કરવા માટે શરીરનું નિરોગી હોવું નિતાન્ત આવશ્યક છે કારણ કે સંયમ જીવનમાં શરીરનું રોગગ્રસ્ત હોવું છિદ્રોવાળી નાવ દ્વારા સમુદ્ર પાર કરવા સમાન છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩માં અધ્યયનમાં શરીરને ‘નાવ’ કહેલ છે અને જીવને “નાવિક કહેલ છે. છિદ્રો રહિત નૌકાને સંસાર સમુદ્ર પાર કરવા માટે યોગ્ય કહેલ છે. શરીરરૂપી નૌકા સછિદ્ર હોવાનું તાત્પર્ય છે – તેનું રોગગ્રસ્ત હોવું! મંજન કરવું એ સ્વસ્થ રહેવાનું પ્રમુખ અંગ માનવામાં આવે છે. કહ્યું પણ છે કે આંખમાં અંજન, દાંતમાં મંજન, નિત કર નિત કર . પ્રસ્તુત સૂત્રના ત્રીજા અધ્યયનમાં મંજન કરવું, દાંત ધોવા સાધુ માટે અનાચરણીય કહેલ છે. અન્યત્ર પણ અનેક આગમોમાં મંજન ન કરવાને સંયમના મહત્ત્વશીલ નિયમરૂપે સૂચિત્ત કરવામાં આવેલ છે. યથા– જે હેતુથી સાધકે નગ્ન ભાવ યાવત્ અદંત ધાવન(દાંત સાફ ન કરવાની પ્રતિજ્ઞા)નો સ્વીકાર કરેલ હતો તે હેતુ ને પૂર્ણ સિદ્ધ કરી મોક્ષ પ્રાપ્ત ક્ય! વર્તમાન કાળની ખાવા-પીવાની પદ્ધતિ તેમજ અશુદ્ધ ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધિના કારણે દાંતના રોગો, જેમ કે પાયોરિયા આદિની બીમારીઓ જલ્દી થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં સ્વાથ્યની સુરક્ષાના હેતુથી ઘણા સંત- સતીજીઓએ દંત મંજનને આવશ્યક સમજી લીધેલ છે. આવી સમજ અને આચરણ પાછળ આગમ નિષ્ઠા તેમજ આચાર નિષ્ઠાના પરિણામોની શિથિલતાની સાથે સાથે શુદ્ધ વિવેકપૂર્ણ જ્ઞાનની અનભિજ્ઞતા પણ છે જ. તેનું કારણ એ છે કે જેને આગમોમાં આવતા સાધ્વાચારના નિયમો સાધારણ છઘસ્યો. દ્વારા સૂચિત્ત નથી પરંતુ તે સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતોના અનુભવજ્ઞાન તેમજ કેવળજ્ઞાનના પ્રભાવથી યુક્ત છે. તેના પર શુદ્ધ શ્રદ્ધા અને ઊંડા ચિંતનની આવશ્યકતા છે. ચિંતન તેમજ અનુભવ કરવાથી ખ્યાલ આવે છે કે આ અવ્યવહારિક જેવા લાગતા આગમ વિધાન પણ મહાન વૈજ્ઞાનિક છે, તેના મૂળમાં શરીર સ્વાથ્ય તેમજ સંયમ સ્વાથ્ય બંનેનો હેતુ રહેલ છે. - સાધુને સદા ભૂખથી ઓછું ખાવારૂપી ઉણોદરી તપ કરવું આવશ્યક છે. મંજન ન કરવા છતાં પણ દાંતોને સ્વસ્થ રાખવા માટે ઓછું ખાવું, તેમજ ક્યારેક-ક્યારેક ઉપવાસ આદિ તપ કરવું આવશ્યક છે. બ્રહ્મચર્ય પાલન માટે તેમજ ઇન્દ્રિય નિગ્રહ માટે પણ ઓછું ખાવું અને કયારેક-કયારેક ઉપવાસ આદિ કરવા આવશ્યક છે. બ્રહ્મચર્યની શુદ્ધિ જ સંયમની શુદ્ધિ છે. દિવસમાં એક જ વાર ખાવું કે દિવસભર ન ખાવું તે સંયમ તેમજ શરીર તથા દાંતો માટે અતિ આવશ્યક છે. પાચન શક્તિ તેમજ લીવરની સ્વસ્થતા માટે પણ અલ્પ–ભોજન આવશ્યક છે. આ પ્રકારે અલ્પ ભોજન, મંજનત્યાગ, બ્રહ્મચર્ય, સંયમ, સ્વાથ્ય આદિ એક બીજા સાથે સંલગ્ન (જોડાયેલા) છે. રોક-ટોક વગર ખાતા રહેવું તેમજ કેવળ દાંત શુદ્ધિ માટે મંજન કરી લેવું અપૂર્ણ વિવેક છે. એવું કરવાથી પાચન શક્તિ(લીવર)ની ખરાબી અને બ્રહ્મચર્યની વિકૃતિ અટકવી શકય નથી. તેથી ભિક્ષુએ મંજન ર્યા વિના પણ દાંત નિરોગી રહે તેટલો જ આહાર કરવો, તેને પોતાનું પ્રમુખ કર્તવ્ય સમજવું જોઈએ. આજના વૈજ્ઞાનિકો પણ મંજન ર્યા વગર ખાવાને સ્વાથ્ય માટે ઉપયોગી માને છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ jainology 197 આગમસાર સપ્તાહમાં એક ઉપવાસ કરી લેવાથી દાંતોની અત્યાધિક સફાઈ સ્વતઃ થઈ જાય છે. ભોજન બાદ પાત્ર ધોઈને પાણી પીવાનો આચાર પણ વૈજ્ઞાનિક છે, એવું કરવાથી દાંત સ્વતઃ પાણીથી ધોવાઈ જાય છે અને ઘૂંકવા-ફેંકવાની પ્રવૃતિ સાધુ જીવનમાં વધતી નથી. દંત રોગની આશંકાથી શંકાશીલ ભિક્ષુઓએ મંજન કરવાની અપેક્ષાએ નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. (૧) ઓછું ખાવું, ઓછી વાર ખાવું અને ઓછી વસ્તુ ખાવી. મન કહે તે ન ખાવું, શરીર માંગે તે ખાવું. (૨) ખાધા પછી તરત કે થોડા સમય પછી દાંતોમાં પાણીને હલાવતા રહી એક-બે ઘૂંટ પાણી ગળવું જોઈએ. જ્યારે પણ પાણી પીવામાં આવે ત્યારે અંતમાં પાણીને દાંતોમાં હલાવીને ગળવું જોઇએ. (૩) મહિનામાં ૨ અથવા ૪ ઉપવાસ આદિ અવશ્ય કરવા જોઈએ. આહારની અરુચિ હોય કે વાયુનિસર્ગ દુર્ગધયુક્ત હોય તો ભોજન છોડી દેવું જોઇએ. ઝાડા-ઉલ્ટી હોય તો ભોજન છોડી દેવું જોઇએ. આ પ્રકારે શ્રદ્ધા અને વિવેક રાખવામાં આવે તો અદંત ઘાવન(મંજન નહીં કરવાના) નિયમનું પાલન કરતા હોવા છતાં પણ સ્વસ્થ રહી શકાય છે. આવું કરવાથી જ સર્વજ્ઞોની આજ્ઞાની શ્રદ્ધા તેમજ આરાધના શુદ્ધ થઈ શકે છે. સ્નાન નહિ કરવા આદિ નિયમોમાં પણ અહિંસા, બ્રહ્મચર્ય, ઈન્દ્રિયનિગ્રહ, આત્મલક્ષ્ય અને શરીર અલક્ષ્ય આદિ હેતુ છે. સાથે જ અલ્પવસ્ત્ર, ઢીલા વસ્ત્ર પહેરવાનો પણ તેની સાથે સંબંધ છે. વિહાર યાત્રા, પરિશ્રમી તેમજ સ્વાવલંબી જીવન, અપ્રમત્ત ચર્યા વગેરે પણ તેમાં સંબંધિત છે. સંયમના અન્ય આવશ્યક નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો અસ્નાન તેમજ અદંત ઘાવન નિયમ શરીરના સ્વસ્થ રહેવામાં જરા પણ બાધક બની શકે નહીં. તાત્પર્ય એ જ છે કે શરીર પરિચર્યાના નિષેધ કરનારા આગમના નિયમોનું પાલન કરવું હોય તો ખાન-પાન તેમજ જીવનવ્યવહારના આગમ વિધાનોનું અને વ્યવહારિક વિવેકોનું પાલન કરવું પણ અતિ આવશ્યક સમજવું જોઈએ. ત્યારે જ શરીર–સ્વાથ્ય તેમજ સંયમ–શુદ્ધિ તથા ચિત્ત-સમાધિ કાયમ રહી શકે છે. સાથે જ પોતાની ક્ષમતાનો ખ્યાલ રાખવાથી સુંદર આરાધના થઈ શકે છે. પરિશિષ્ટ-૩: અધ્યયન-૪ અને ૬:-રાત્રિ ભોજન રાત્રિભોજન કરવાથી પ્રાણાતિપાત આદિ મૂળગુણોની વિરાધના થાય છે અને છઠ્ઠ રાત્રિભોજન વિરમણ વ્રત પણ મૂળગુણ છે, તેનો ભંગ થાય છે. રાત્રે કુંથુવા આદિ સૂક્ષ્મ પ્રાણી તથા ફૂલણ(ફૂગ) આદિનું દેખાવું અશક્ય હોય છે. રાત્રે આહારની ગવેષણા કરવામાં એષણા સમિતિનું પાલન પણ નથી થતું. ચૂર્ણિકારે કહ્યું છે- “જે પ્રત્યક્ષ જ્ઞાની હોય છે, તે આહારાદિને વિશુદ્ધ જાણવા છતાં પણ રાત્રે નથી ખાતા, કારણ કે મૂળગુણનો ભંગ થાય છે. તીર્થકર, ગણધર અને આચાર્યો દ્વારા આ રાત્રિભોજન અનાસેવિત છે, તેનાથી છઠ્ઠા મૂળગુણની વિરાધના થાય છે, અતઃ રાત્રિભોજન ન કરવું જોઇએ.” (૧) દશવૈકાલિકસૂત્ર અધ્યયન-૩માં રાત્રિ ભોજનને અનાચરણીય કહેલ છે. (૨) દશવૈકાલિક અધ્યયન-માં રાત્રિભોજન કરવાથી નિગ્રંથ અવસ્થામાંથી ભ્રષ્ટ થવાનું કહેલ છે તથા રાત્રિભોજનના દોષોનું કથન પણ કરેલ છે. (૩) દશવૈકાલિક અધ્યયન-૪માં પાંચ મહાવ્રત સાથે રાત્રિભોજન વિરમણને છઠું વ્રત કહેલ છે. (૪) દશવૈકાલિક અધ્યયન-૮માં સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી અર્થાતુ રાત્રે આહારની મનથી પણ ઇચ્છા કરવાનો નિષેધ છે. (૫) ઉત્તરાધ્યયન અધ્યયન–૧૯, ગાથા-૩૧માં – સંયમની દુષ્કરતાના વર્ણનમાં ચારેય પ્રકારના આહારનું રાત્રિએ વર્જન કરવું અતિ દુષ્કર કહેલ છે. (૬) બૃહત્કલ્પ ઉદ્દેશક–૧માં રાત્રે કે વિકાલ(સંધ્યા)ના સમયે ચારેય પ્રકારના આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. (૭) બૃહત્કલ્પ ઉદ્દેશક–પમાં કહેવામાં આવેલ છે કે આહાર કરતી વખતે ખ્યાલ આવી જાય કે સૂર્યોદય થયો નથી કે સૂર્યાસ્ત થઈ ગયેલ છે તો મોઢામાં રહેલ આહાર પણ કાઢીને પરઠી દેવો જોઇએ અને ત્યાં તેને ખાવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે તથા રાત્રે આહાર–પાણી યુક્ત ઓડકાર' આવી જાય તો પણ તેને ગળી જવાનું (ગળામાં ઉતારી જવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. (૮)દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા–૨ તથા સમવાયાંગ સૂત્ર સમવાય-૨૧માં – રાત્રિભોજન કરવાને સબળ દોષ કહેલ છે. (૯) બૃહત્કલ્પ ઉદ્દેશક-૪માં રાત્રિભોજનનું ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૦) ઠાણાંગ અધ્યયન-૩ તથા પમાં– રાત્રિભોજનનું ગુરુ પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૧) સૂયગડાંગ સૂત્ર શ્ર.–૧, અ-૨, ઉ.-૩માં રાત્રિભોજન ત્યાગ સહિત પાંચ મહાવ્રત પરમ રત્ન કહેવામાં આવેલ છે, જેને સાધુ ધારણ કરે છે. આ પ્રકારે અહીં મહાવ્રત તુલ્ય રાત્રિભોજન વિરમણનું મહત્વ કહેવામાં આવ્યું છે. (૧૨) સૂયગડાંગ સૂત્ર અધ્ય.-૬ માં કહેવામાં આવેલ છે કે ભગવાન મહાવીર સ્વામીએ તપ માટે અને દુઃખોનો નાશ કરવા માટે રાત્રિભોજનનો ત્યાગ ર્યો હતો. (૧૩) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૩રમાં રાત્રિભોજનના ત્યાગથી જીવનો આશ્રવ ઘટવો તેમજ અનાશ્રવ થવો કહેલ છે. (૧૪) નિશીથ સૂત્ર ઉદ્દેશક-૧૧માં– રાત્રિભોજન કરવાનું તેમજ તેની પ્રશંસા કરવાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત કહેલ છે. (૧૫) દશાશ્રુતસ્કંધ સૂત્ર દશા-૬માં શ્રાવકને પાંચમી પડિમા ધારણ કરવામાં રાત્રિ ભોજનનો પૂર્ણ ત્યાગ કરવાનું આવશ્યક કહ્યું છે. તેની પૂર્વ અવસ્થાઓમાં પણ શ્રાવકે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ પરંતુ ત્યાં સુધી ઐચ્છિક છે અને છઠ્ઠી પ્રતિમાથી લઈ અગ્યારમી પ્રતિમા સુધી રાત્રિભોજનનો ત્યાગ કરવો જરૂરી છે. અન્ય ગ્રંથોમાં - Page #198 -------------------------------------------------------------------------- ________________ 198 આગમસાર–પૂર્વાર્ધ (૧) કાર્તિકેયાનુપ્રેક્ષા પૃષ્ટ ૩૮૩માં– રાત્રિભોજન ત્યાગને ૬ મહિનાના ઉપવાસ તુલ્ય બતાવવામાં આવેલ છે.(વર્ષનો અડધો સમય તપમાં પસાર થાય એ હિસાબથી.) (૨) મહાભારતના શાન્તિપર્વમાં– નરકમાં જવાના ચાર બોલ કહેલ છે, જેમાં પ્રથમ બોલથી રાત્રિભોજનને નરકમાં જવાનું કારણ કહેલ છે બાકીના ત્રણ કારણો નરક ગમનના આ પ્રકારે છે– ૧. પર સ્ત્રી ગમન ૨. મદિરા,દારુ આદી ૩. કંદમૂળ ભક્ષણ. (આગમમાં ચાર કારણ જુદા છે.) (૩) વેદવ્યાસના યોગશાસ્ત્ર અ-૩માં કહેવામાં આવેલ છે કે રાત્રે ખાનાર મનુષ્ય ઘુવડ, કાગડો, ગીધ, સૂકર, સર્પ અને વીંછી આદિ યોનિમાં જન્મ ધારણ કરે છે. (૪) મનુસ્મૃતિમાં કહેવામાં આવેલ છે કે રાત્રિ રાક્ષસી હોય છે તેથી રાત્રે શ્રાદ્ધ કરવું જોઈએ નહિ. (૫) યોગશાસ્ત્ર અ-૩માં કહેવામાં આવેલ છે કે– નિત્ય રાત્રિભોજન ત્યાગ કરવાથી અગ્નિહોત્રનું ફળ મળે છે તેમજ તીર્થ યાત્રાનું ફળ મળે છે. આહુતિ, સ્નાન, દેવતા પૂજન, દાન, શ્રાદ્ધ તેમજ ભોજન રાત્રિએ કરવામાં આવતા નથી. કીટ, પતંગ આદિ અનેક સત્ત્વોનું ઘાતક આ રાત્રિભોજન અતિ નિદિત છે. (૬) માર્કડેય મુનિએ તો રાત્રે પાણી પીવું લોહી સમાન અને ખાવું માંસ સમાન કહી દીધેલ છે. (૭) બૌદ્ધ મતના “મજમનિકાય' તેમજ “લકુટિકોપમ સુત્ત'માં રાત્રિ ભોજનનો નિષેધ ક્યો છે. (૮) હેમચન્દ્રાચાર્ય એ દિવસે અને રાત્રે કોઈ રોકટોક વિના ખાનારને 'શિંગડા અને પૂંછડા વગરના જાનવર' હોવાનું સૂચિત્ત કરેલ છે જીવન શિક્ષાઓ - (૧) રાત્રે ઘણા નાના-નાના જીવો દેખાતા નથી, તે ખાવામાં આવી જાય તો તેનાથી ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. (૨) અનેક પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી, કહ્યું પણ છે કે - ચિડી, કમેડી, કાગલા, રાત ચગણ નહી જાય!– નરદેહધારી જીવ તું, રાત પડ્યે ક્યાં ખાય? (૩) રાત્રે અંધકાર હોય છે, અંધકારમાં જો ભોજન સાથે કીડી ખાવામાં આવી જાય તો બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. માખી જો આવી જાય તો તરત જ ઉલ્ટી થઈ જાય છે. જો ભોજનમાં આવી જાય તો જલોદર જેવો ભયંકર રોગ પેદા થઈ જાય છે. ગરોળી આવી જાય તો કુષ્ટ જેવી મહાવ્યાધિ ઉત્પન્ન થઈ જાય છે. તે સિવાય ઉચ્ચ રક્તપાત (હાઈ બ્લડપ્રેશર), દમ, હૃદયરોગ, પાચનશક્તિની ખરાબી આદિ બીમારીઓની સંભાવના રહે છે. (૪) સૂર્યાસ્ત પૂર્વે ભોજન કરવું પાચનની દષ્ટિએ સર્વોત્તમ છે. સુવાના ત્રણ કલાક પહેલાં ભોજન કરવું આરોગ્યદાયક છે. એવું કરવાથી પાણી બરાબર પી શકાય છે તથા ભોજનને પચવા માટે સમય મળી જાય છે. રાત્રે ૯-૧૦ વાગ્યે ભોજન કરી સૂઈ જવાથી ભોજનનું પાચન પણ બરાબર થતું નથી. (૫) સૂર્યના પ્રકાશની પોતાની અલગ જ વિશેષતા છે. સૂર્યના પ્રકાશમાં હીરા- જવેરાત આદિનું જે પરીક્ષણ કરવામાં આવે છે તેવું વિદ્યુત પ્રકાશમાં ન થઈ શકે. સૂર્યની રોશનીમાં કમળ ખીલે છે. સૂર્યોદય થતાં જ પ્રાણવાયુની માત્રા વધી જતી હોય છે. રાત્રે પાચન સંસ્થાન પણ બરાબર કામ કરતું નથી. તે સિવાય કોઈ સૂક્ષ્મ જીવ સૂર્યની રોશનીમાં જ જોઈ શકાય છે, વિદ્યુત પ્રકાશમાં નહીં. આ બધી વાતોને ધ્યાનમાં રાખતા થકાં વિદ્યુતના પ્રકાશને સૂર્યના પ્રકાશ સમકક્ષ ન સમજવો જોઇએ. બંનેમાં ઘણું અંતર છે, જે સ્વયં સિદ્ધ છે. (૬) તેથી ધર્મી પુરુષો એ તેમજ વિશેષ કરી સાધુ-સાધ્વીજીઓ એ રાત્રિભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. પરિસ્થિતિવશ શ્રાવક હીનાધિક રૂપમાં પણ તેનો અભ્યાસ કરતાં-કરતાં પૂર્ણ ત્યાગનું લક્ષ્ય રાખે છે, અંતે એક સમયે તેના માટે પણ રાત્રિભોજનનો ત્યાગ આવશ્યક બની જાય છે. સંક્ષેપમાં–મુનિઓએ પૂર્ણ અને ગૃહસ્થીએ યથાશક્તિ રાત્રિ ભોજનનો ત્યાગ કરી સ્વાથ્ય-લાભ તેમજ આત્મોન્નતિનો લાભ પ્રાપ્ત કરવો જોઇએ. પરિશિષ્ટ-૪: અધ્યયન–૫:–ગોચરીએ જાવાની તેમજ આહાર કરવાની વિધિ (૧) ગોચરી જતાં પહેલાં મુનિએ મુખવસ્ત્રિકાની તેમજ જોળી તથા પાત્રાની પ્રતિલેખના કરવી. (૨) કાયોત્સર્ગ કરી ચિંતનમાં લેવું– ૧. ગોચરીમાં દષ્ટિની ચંચળતા ન થવી ૨. ચાલમાં શાન્તિ રાખવી, ઉતાવળ ન કરવી ૩. ગવેષણામાં ઈમાનદારી રાખવી, લાપરવાહી ન કરવી ૪. આહાર સંબંધી વિશેષ ત્યાગ નિયમ અથવા અભિગ્રહ કરવો, પ્રાતઃ કરેલો હોય તો સ્મૃતિમાં લેવો. (૩) ગુરુ આદિની આજ્ઞા લેવી. (૪) આવત્સહિ, આવત્સહિ ઉચ્ચારણ કરી ઉપાશ્રયની બહાર નીકળવું. (૫) ગોચરી લઈ આવતી વખતે નિસ્સહિ, નિસ્સહિ ઉચ્ચારણ કરી વિનયયુક્ત ઉપાશ્રયમાં પ્રવેશ કરવો. (૬) ભૂમિ પ્રમાર્જન કરી આહાર રાખવો, ગુરુને દેખાડવો.(૭) જોળીનું પ્રતિલેખન કરવું. (૮) આવશ્યક સામગ્રી અને આસન તેમજ ભાજન (માત્રક) લઈ બેસવું. (૯) તસ્સ ઉત્તરીનો પાઠ બોલી ઇરિયાવહિનો કાયોત્સર્ગ કરવો તથા ગોચરીના ઘરોને યાદ કરીને ક્રમશઃ અતિચારોનું ચિંતન કરવું. (૧૦) કાયોત્સર્ગ શુદ્ધિનો પાઠ બોલવો. (૧૧) ગોયરષ્ણચરિયાનો પાઠ ઉચ્ચારણ કરવો. (૧૨) તસ્સ ઉત્તરીનો પાઠ બોલી (અહો જિર્ણહિં અસાવજજા.) આ ગાથાનું ચિંતન કાયોત્સર્ગ મુદ્રામાં કરવું. (૧૩) કાયોત્સર્ગ પૂર્ણ કરી લોગસ્સનો પાઠ પ્રગટપણે બોલવો. (૧૪) સ્વાધ્યાય કરવો. પ) વિશ્રાંતિ ર્યા પછી ભાવપૂર્વક અન્ય મનિવરોને આહાર નિમંત્રણ કરવું. કોઈ લે તો સહર્ષ દેવે. (૧૬) જ્ઞાતા સૂત્રમાં કહેલા દષ્ટાંતોનું ચિંતન કરી આહાર કરવો. ૧. પિતા-પુત્રોએ અટવીમાં ફસાઈ જવાથી પ્રાણ રક્ષાર્થે ઉદાસીનતાપૂર્વક મૃત પુત્રીના શરીરનો આહાર ક્ય તેવી ગ્લાનિ તેમજ ઉદાસીનતાથી શરીર સંરક્ષણાર્થે આહાર કરવો અર્થાત્ Page #199 -------------------------------------------------------------------------- ________________ 199 jainology આગમસાર આહાર કરવામાં જરા પણ આનંદ ન માનવો ૨. પુત્ર ઘાતક વિજય ચોરને ધન્ના શેઠ દ્વારા પોતાના આહારમાંથી દેવાની જેમ પૂર્ણ લાચારી તેમજ વિવશતા સાથે આહાર કરવો. સંયમ ક્રિયા, તેમજ જ્ઞાન તથા ચિત્ત સમાધિ માટે શરીરને આહાર પુદ્ગલ દેવા જરૂરી બની જાય છે, એવી વૃત્તિથી આહાર કરવો. (૧૭) માંડલાના દોષ ટાળવા માટે સ્મૃતિમાં લેવું. યથા– ૧. સ્વાદ વૃદ્ધિ માટે સંયોગ ન મેળવવા ૨. આહારની પ્રશંસા–નિંદા ન કરવી ૩. આહાર નિમિત્તે આનંદિત કે ખિન્ન ન થવું ૪. ભૂખથી ઓછું ખાવું ૫. અતિ ધીરે ન ખાવું ૪. ઉતાવળથી પણ ન ખાવું. સુખાસને બેસવું ૭. આહાર નીચે જમીન પર ઢોળવો નહિ. ૮. મોઢેથી ચવ–ચવ, સુડ–સુડ અવાજ ન કરવો ૯. ખાદ્ય પદાર્થને પૂણે ચાવવો, તેમજ મોઢામાં રસ થઈ જાય પછી જ ઉતારવો. (૧૮) (અરસં વિરસ વાવિ.) અને (અલોલે ન રસે ગિદ્દે.) આ બન્ને ગાથાઓનું ઉચ્ચારણ મનન કરી પચ્ચખાણ પાળવા, પાંચ વાર નમસ્કાર મંત્ર ગણવા. ત્યાર પછી મૌન વ્રત લઈ આહાર કરવો. (૧૯) સવાર-સાંજની ગોચરીમાં કે ગુરુ આજ્ઞા થાય ત્યારે સંક્ષિપ્ત વિધિ કરવી જેમ કે– ૧. ગોચરી ગયા હોય તો ઇરિયાવહિ આદિનો કાઉસ્સગ્ન કરવો. ૨. પચ્ચકખાણ પાળવા, પાંચ નમસ્કાર મંત્ર ગણવા. (અહો જિર્ણહિં અસાવજજા.) ગાથાનું ચિંતન કરવું. મૌન સ્વીકાર કરી મુખવસ્ત્રિકા ખોલવી તેમજ આહાર પ્રારંભ કરવો. ખુલ્લા મોઢે જરા પણ ન બોલવું. (૨૦) આહાર ર્યા બાદ નમસ્કાર સહિતનાં સાગારી પચ્ચખાણ કરવા. (૨૧) આહાર કરવાના સ્થાન તેમજ પાત્રોની શુદ્ધિ કરવી. નિહાર વિધિ (૧) લઘુનીતની ઇચ્છા(બાધા) થાય ત્યારે પ્રસવણ પાત્રમાં કરવું.(૨) અવર જવર રહિતના સ્થાને ઉકડુ આસને બેસવું. (૩) અવાજ ન થાય તે રીતે પાત્રમાં મૂત્ર વ્યુત્સર્જન કરવું. (૪) યોગ્ય, અચેત તેમજ ત્રસ–સ્થાવર જીવ રહિત ભૂમિમાં વિસ્તૃત સ્થાનમાં છૂટું છવાયું કરી પરઠવું. એક જ જગ્યાએ સઘન રૂપથી ન પરઠવું. (૫) પરઠવા પૂર્વે આજ્ઞા લેવી, ભૂમિ જોવી અથવા પ્રમાર્જન કરવું. (૬) પરઠયા બાદ વોસિરે–વોસિરે બોલવું, પછી સ્થાન પર આવી તસ્સ ઉત્તરીનો પાઠ ગણી ઇરિયાવહીનો કાયોત્સર્ગ કરવો. (૧) વડીનીતની બાધા થાય ત્યારે જો અનુકૂળતા હોય તો ગામથી બહાર જવું. (૨) ચાલવાના માર્ગમાં કે બેસવાના સ્થાન પર લીલી વનસ્પતિ, અંકુર, કીડી આદિ ન હોવા. (૩) લોકોની અવર જવર ન હોય. (૪) લોકોને આપત્તિ ન હોય તેવા સ્થાન પર બેસી, વસ્ત્ર ખંડથી અંગ શુદ્ધિ કરી, પછી જળથી શુદ્ધિ કરવી. અધિક જળ પ્રયોગ ન કરવો. મળથી થોડા દૂર જઈને શુદ્ધિ કરવી. બાકી વિધિ પૂર્વવતુ! (૫)જો બાધાનો વેગ તીવ્ર હોય કે બહાર જવામાં શરીરની અનુકૂળતા ઓછી હોય, માર્ગ તેમજ સ્થાન વિરાધના વાળા હોય, લોકોની અવર જવર રહિત સ્થાન ન મળે તો ઉપાશ્રયના કોઈપણ એકાંત સ્થાને પોતાના ઉચ્ચાર માત્રકમાં શૌચ નિવૃત્તિ કરવી. ત્યારબાદ યોગ્ય સ્થાને પૂર્વોક્ત વિધિપૂર્વક પરઠી દેવું. વિહાર વિધિ (૧) રસ્તે ચાલતાં વાર્તાલાપ ન કરવો. એકની પાછળ એક એમ ક્રમથી ચાલવું, ઝુંડ બનાવીને ન ચાલવું. (૨) ઉતાવળથી ન ચાલવું. (૩) ઈર્યામાં જ એકાગ્ર ચિત્ત રાખવું, અન્ય જે તે વિચાર ન કરવા.(૪) ઇર્યા સંબંધી વિવેક વૃદ્ધિ થાય તેવું ચિંતન કરતા રહેવું, જેમકે– રસ્તે ચાલતા ચિંતનના વિષયો:(૧) પત્થરના ટૂકડા, માટી, ગારો, મીઠું, પત્થરના કોલસા વગેરે તો નથી ને!(૨) સચેત કે મિશ્ર પાણી તો ઢોળાયેલું કે ફેકેલું તો નથી ને!(૩) સ્ત્રી-પુરુષનો, બીડીવાળાનો અને સ્કૂટરવાળા આદિનો સંઘટ્ટો કરવાનો નથી.(૪) કપડા, પાત્ર, શરીરને વધારે હલાવવાના નથી.(૫) લીલું ઘાસ, અંકુર, કૂલણ, અનાજ, મરચાના બીજ, શાક આદિના છોતરા, ફૂલ, પાંદડાં આદિ તો વિખરાયેલા નથી ને! તેને બચાવીને પગ મૂકવાના છે.(૬) કીડી-મકોડા-કંથવા આદિ જીવ તો નથી ને !(૭) ચાલતાં-ચાલતાં વાતો કરવાની નથી, આજુબાજુ જોવાનું નથી.(૮) ચિત્ત એકાગ્ર રાખવાનું છે, અન્ય વિચાર કરવાનો નથી.(૯) ઈર્યામાં તન્યૂર્તિ તેમજ તન્મય બનીને ચાલવાની ભગવાનની આજ્ઞા છે.(૧૦) આગળની ભૂમિ અને વાહન આદિ જોઈને ચાલવાનું છે. (૧૧) શાંતિથી ચાલવાનું છે. પગ ધીરે મૂકવાનો છે. ઉતાવળ કરવાની નથી. (ચરે મંદ મણુવિગો) તેવી ભગવાનની આજ્ઞા છે. (૧૨) જીવ, કાંટો, પત્થર, લીલ, ફૂગ, બીજ, કીડી વગેરેનું જરૂર પડ્યે(પ્રસંગે) રટણ કરવાનું છે, યાદ કરવાના છે. પ્રતિલેખન કરતા ચિંતનના વિષયો:(૧) ત્રણ દષ્ટિ ગણવી અર્થાતુ પ્રતિલેખન માટે હાથમાં સામે રાખેલ વસ્ત્ર વિભાગને ઉપરે, મધ્યમાં અને નીચે એમ ક્રમશઃ ત્રણ દષ્ટિથી જોવું, એક જ દષ્ટિમાં તે વિભાગને ન જોઈ લેવું.(૨) એકાગ્રચિત્ત રાખવું. (૩) અન્ય વિચાર ન કરવા. (૪) ઉતાવળ ન કરવી. શાંતિથી કાર્ય કરવું.(૫) હાથ તેમજ વસ્ત્રને ધીરે—ધીરે ચલાવવાં, વધારે ન હલાવવા. (૬) જીવ છે કે શું છે? તેવી અન્વેષણ બુદ્ધિ રાખવી. (૭) પ્રતિલેખન સમયે વાતો ન કરવી, મૌન રાખવાનું અને સ્થિર આસને બેસવાનું. (૮) પ્રતિલેખન કરતાં કપડાને આજુ-બાજુ કે જમીન સાથે સ્પર્શ ન કરાવવો.(૯) કપડાને નીચે રાખતી વખતે ભૂમિ જોવી. (૧૦) પ્રતિલેખિત તેમજ અપ્રતિલેખિત વસ્ત્ર જુદા-જુદા રાખવાના. (૧૧)પ્રતિલેખના પૂરી થઈ ગઈ છે, તેવો ઉપયોગ લગાવી, વિચારી, પછી શ્રમણ સૂત્રના ત્રીજા પાઠનો કાયોત્સર્ગ કરવો. Page #200 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 200 શયન વિધિ (૧) ભૂમિ પ્રમાર્જન કરવું, આસન બિછાવવું, શરીર પ્રમાર્જન કરવું, આસન પ્રમાર્જન કરી બેસવું, ઈરિયાવહી કરી, ૧. પ્રગટ લોગસ્સ ૨. ત્રણ વાર કરેમિ ભંતે, ૩. ચત્તારિ મંગલનો પાઠ ૪. અરિહંતો મહદેવો પ. ખામેમિ સવૅજીવા ૬. અઢાર પાપાન આ પાઠોનું ઉપયોગ સહિત ઉચ્ચારણ કરવું. પ્રમાદ કરવાની લાચારીનું કે આત્માનું ચિંતન કરવું. પાંચ નમસ્કાર મંત્ર ગણવા. શરીર અને આસનનું પ્રમાર્જન કરતા સૂઈ જવું. (૨) ઊઠયા પછી અતિ જરૂરી હોય તો શરીરની બાધાઓથી નિવૃત્ત થવું. અતિ આવશ્યક ન હોય તો નમસ્કાર મંત્ર, તસ્સ ઉત્તરી, પગામસિક્કાએ પાઠનો કાઉસ્સગ કરવો, પ્રગટ લોગસ્સ ગણવો, આકાશ(કાળ) પ્રતિલેખન કરવું. ગુરુ વંદન કરીને સ્વાધ્યાય કરવો, પછી સવારનું પ્રતિક્રમણ કરવું. પરિશિષ્ટ–૫: ધર્માચરણ– તપના હેત કેવા હોય ધર્મનું કોઈપણ આચરણ કરવામાં આવે ત્યારે તેનો હેતુ શુદ્ધ હોવો આવશ્યક છે. તેને ત્રણ વિભાગથી સમજવા જોઇએ. ૧. ધર્મના આચરણ ૨. અશુદ્ધ હેતુ ૩. શુદ્ધ હેતુ. ધર્મના આચરણ:- ૧. નમસ્કાર મંત્રની માળા ફેરવવી ૨. આનુપૂર્વી ગણવી ૩. પ્રત્યેક કાર્યમાં નમસ્કાર મંત્ર ગણવા ૪. મુનિ દર્શન કરવા ૫. માંગલિક સાંભળવું. ૬. કીર્તન કરવું ૭. વ્રત-પચ્ચખાણ આદિ ધર્મ પ્રવૃતિ કરવી. ૮. તપસ્યા કરવી. અશુદ્ધ હેતુ – ઈહલોકિક સુખ-સમૃદ્ધિ, પુત્ર, ધન આદિની પ્રાપ્તિ કાર્ય સિદ્ધિ; ઇચ્છા પૂર્તિ, આપત્તિ–સંકટ વિનાશ આદિના હેતુ ધર્મ પ્રવૃતિમાં અશુદ્ધ હેતુ છે. યશ, કીર્તિ, પ્રશંસાની પ્રાપ્તિનો ઉદ્દેશ્ય પણ અશુદ્ધ હેતુ છે. શુદ્ધ હેતુ :- કર્મોની નિર્જરા માટે, થોડો સમય ધર્મ ભાવમાં તેમજ ધર્માચરણમાં વ્યતીત થાય તે માટે, પાપકાર્ય ઓછા થાય, પાપકાર્ય કરતાં પહેલાં પણ ધર્મ ભાવ સંસ્કારોની જાગૃતિ થાય તે માટે, ભગવદ્ આજ્ઞાની આરાધના માટે, ચિત્ત સમાધિ તેમજ આત્માનંદની પ્રાપ્તિ માટે , તે શુદ્ધ હેતુ છે. સાર:- ધર્મની કોઈપણ પ્રવૃતિમાં ઈહલૌકિક ઇચ્છા બિલકુલ ન હોવી જોઇએ; એકાંત નિર્જરા ભાવ, આત્મ ઉન્નતિ અને મોક્ષ પ્રાપ્તિનો હેતુ હોવો જોઇએ. ઐહિક ચાહના યુક્ત કોઈપણ પ્રવૃતિ હોય પછી ભલે તે માળા ફેરવવાની હોય કે વ્રતની હોય કે તપની પ્રવૃતિ હોય તેને ધર્મ આચરણ ન સમજી સંસારભાવની લૌકિક પ્રવૃતિ સમજવી, તે આત્માની ઉન્નતિમાં એક કદમ પણ આગળ વધવા દેવાવાળી પ્રવૃતિ નથી. ભગવદાજ્ઞાની આરાધના અને કર્મ–મુક્તિના શુદ્ધ લક્ષ્યવાળી ધર્માચરણની પ્રવૃત્તિ જ ધાર્મિક પ્રવૃત્તિ છે, એવું સમજવું જોઇએ. ધાર્મિક પ્રવૃત્તિની સાથે લૌકિક રુચિની પ્રવૃત્તિઓ મિશ્રિત કરી દેવી તે પણ ધાર્મિક પ્રવૃત્તિને લૌકિક પ્રવૃત્તિ બનાવી દેવા સમાન માનવું જોઇએ. જેમ કે અઠ્ઠાઈ આદિ વિભિન્ન તપસ્યાઓ સાથે આડંબર, દેખાડો, શૃંગાર તેમજ આરંભ-સમારંભ પ્રવૃત્તિ જોડી તેને વિકત કરવી તે ભગવદાશજ્ઞાની બહાર છે, વિપરીત છે એવું સમજવું જોઇએ. માટે ધાર્મિક કોઈપણ પ્રવૃત્તિમાં લૌકિક રુચિઓ, લૌકિક પ્રવૃત્તિઓને મિશ્રિત કરવી નહીં. જેમ કે મહેંદી લગાવવી, વસ્ત્ર–આભૂષણ વધારે પહેરવા, બેંડવાજા બોલાવવા આદિ. તાત્પર્ય એ જ છે કે ધાર્મિક પ્રવૃત્તિને સંપૂર્ણ લૌકિક પ્રવૃત્તિઓથી પૂર્ણ મુક્ત રાખવી જોઇએ, તેમજ લૌકિક રુચિથી કરવામાં આવતી પ્રવૃત્તિને ધર્મ ન સમજતા માત્ર સાંસારિક કે લૌકિક પ્રવૃત્તિ જ સમજવી જોઇએ. હેતુ શુદ્ધિ માટે પ્રત્યેક પ્રવૃત્તિમાં અંતર્મનને જ્ઞાન–ચેતનાથી જાગૃત રાખી સાચું ચિંતન કરવું જોઇએ અને અશુદ્ધ ચિંતનોને વિવેકપૂર્વક દૂર કરી શુદ્ધમાં પરિવર્તન કરી દેવા જોઈએ. જેમ કે- દુકાન ખોલતી વખતે નમસ્કાર મંત્ર ગણવામાં સારી ગ્રાહકી થાય તેવા વિચાર ન કરતાં એમ ચિંતન રાખવું કે સંસારમાં આ પ્રવૃત્તિઓ કરવી આવશ્યક છે છતાં પણ પહેલાં એક મિનિટ આત્મા માટે ધર્મભાવ કરી લેવો. આ રીતે દરેક પ્રવૃત્તિમાં ચિંતનનું સંશોધન કરી લેવું જોઇએ. ઠાણાંગ પ્રાકથન : આ ત્રીજું અંગ સૂત્ર છે. મૌલિક રૂપે આ ગણધર કૃત સૂત્ર છે. આ સૂત્રમાં એકથી દશની સંખ્યા સંબંધી અનેક વિષયોનો સંગ્રહ છે, તેથી સંખ્યાથી સંબંધિત વિષયો સમયે-સમયે સંપાદિત સંવર્ધિત કરવામાં આવેલ છે. એવું આગમ વગેરેના અનુપ્રેક્ષણથી જણાય છે. આ ઠાણાંગ સૂત્રમાં ક્યાંક કોઈ અન્ય અપેક્ષાથી અને ક્યાંક કોઈ અપેક્ષા વિના કેવળ સંખ્યાની મુખ્યતાને લઈને વિશિષ્ટ રચના પદ્ધતિ સ્વીકાર કરવામાં આવેલ છે, અર્થાત્ એક જ વિષયમાં જો નવ કે દસ સંખ્યા હોય તો તેને પાંચ છ, સાત, આઠ, નવ, દસની સંખ્યામાં પણ કહેવામાં આવેલ છે. યથા ક્રિયાઓ પચ્ચીસ છે, તેને એક પદ્ધતિથી બીજા ઠાણામાં બે–બેની સંખ્યાથી કહેવામાં આવેલ છે અને ફરી તેને પાંચમાં ઠાણામાં પાંચ-પાંચની સંખ્યાથી કહેવામાં આવેલ છે. આ પ્રકારે આ સૂત્રમાં સંખ્યાનું આલંબન લઈને અનેક તત્ત્વોનું, આચારોનું, ક્ષેત્રોનું, કથાઓના અંતર્ગત વિષયોનું, ઉમરનું તેમજ અનેક પ્રકીર્ણક વિષયોનું સંકલન છે. નવમાં ઠાણામાં શ્રેણિક મહારાજાના ભાવી બે ભવોનું કથન કરી વિસ્તાર પૂર્વક કથાનક પણ કહેવામાં આવેલ છે. પ્રથમ ઠાણા(સ્થાન)નો સારાંશ (૧) એક સંખ્યાનો આધાર લઈને અહીં સંગ્રહાયથી કે જાતિવાચક કથનની અપેક્ષાથી અનેક તત્ત્વોને એક સંખ્યામાં કહેવામાં આવેલ છે. (૨) આત્મા, લોક, કર્મ, નવ તત્ત્વ, ષટુ દ્રવ્ય, ૧૮ પાપ અને તેનો ત્યાગ, વેદના, ત્રણ યોગ, પુદ્ગલ, અવસર્પિણી વગેરે Page #201 -------------------------------------------------------------------------- ________________ jainology 2011 આગમસાર કાળ તેમજ અલોક, ચોવીસ દંડક, ત્રણ દષ્ટિ, છ લેગ્યા છે. ચાર ગતિ છે અને તેમાં જીવોનું ગમનાગમન છે. તેમજ અનેક પ્રકારના દેવોનું અસ્તિત્વ છે. (૩) સિદ્ધોના પંદર ભેદોને પણ જુદી-જુદી વર્ગણાઓના આધારથી કહેવામાં આવેલ છે. (૪) ભગવાન શ્રી મહાવીર સ્વામી એકલા જ મોક્ષે ગયા.(૫) અનુત્તર વિમાનના દેવ વધુમાં વધુ એક હાથની ઊંચાઈવાળા હોય છે (૬) આદ્ર, ચિત્રા, સ્વાતિ નક્ષત્રોના એક–એક તારા જ છે. બીજા સ્થાનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક (૧) આ ઉદ્દેશકમાં અનેક અપેક્ષાથી જીવોનો બે ભેદોમાં સમાવેશ કરવામાં આવેલ છે. જેમ કે- ત્રીસ-સ્થાવર, સઇન્દ્રિય-અનિન્દ્રિય, સઆયુષ્ય-નિરાયુષ્ય, સિદ્ધ-સંસારી વગેરે. (૨) ક્રિયાઓના અનેક ભેદ-પ્રભેદ બે-બેની સંખ્યામાં કહેવામાં આવેલ છે, જેમ કે-૧. જીવ ક્રિયા ૨. અજીવ ક્રિયા. જીવ ક્રિયાના બે ભેદ–૧. સમ્યકત્વ ક્રિયા ૨. મિથ્યાત્વ ક્રિયા. અજીવ ક્રિયાના બે ભેદ–૧. સાંપરાયિક ક્રિયા ૨. ઈરિયાવહી ક્રિયા. તદંતર કહેવામાં આવેલ ૨૨ ક્રિયાઓ- ૧. કાયિકી ૨. અધિકરણિકી ૩. પ્રાદેષિકી ૪. પરિતાપનિકી ૫. પ્રાણાતિપાતિકી ૬. અપ્રત્યાખ્યાનિકી ૭. આરંભિકી ૮, પરિગ્રહિતી ૯. માયા–પ્રત્યયા ૧૦. મિથ્યાદર્શન પ્રત્યયા ૧૧. દષ્ટિજા ૧૨. સ્પર્શજા ૧૩. પ્રાહિત્યકી ૧૪. સામંતોપનિપાતિકી ૧૫. સ્વસ્તિકી ૧૬. નૈસષ્ટિકી ૧૭. આજ્ઞાપનિકી ૧૮. વૈદારિણી ૧૯. અનવકાંક્ષિકી ૨૦. અનાભોગિકી ૨૧. રાગ પ્રત્યયિકી ૨૨. દ્વેષ પ્રત્યયિકી. આ બધી બે બે ભેદથી કહેવાઈ છે. (૩) મનથી અને વચનથી પણ પચ્ચખાણ થઈ શકે છે.(૪) જ્ઞાન અને ચારિત્રથી સંપન્ન જીવ મુક્ત થઈ શકે છે. (૫) આરંભ અને પરિગ્રહમાં આસક્ત જીવ ધર્મને, કે જ્ઞાન-દર્શન–ચારિત્રને, કે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. (૬) જીવ કોઈ પાસે સાંભળીને કે સાંભળ્યા વિના પોતાના ક્ષયોપશમથી ધર્મ આદિને પ્રાપ્ત કરી શકે છે. (૭) નંદી સૂત્ર વર્ણિત પાંચ જ્ઞાનના ભેદ-પ્રભેદ અહીં કરવામાં આવેલ છે. (૮) ધર્મ બે પ્રકારના છે યથા– ૧. શ્રત ધર્મ ૨. ચારિત્ર ધર્મ. અથવા– ૧. આગાર ધર્મ ૨. અણગાર ધર્મ. સંયમ પણ બે પ્રકારના છે – ૧. સરાગ ૨. વીતરાગ. (૯) પાંચ સ્થાવરના પર્યાપ્ત-અપર્યાપ્ત, સૂક્ષ્મ–બાદર, પરિણત-અપરિણત, સ્થાન પ્રાપ્ત અને વાટે વહેતા આદિ બે-બે ભેદ છે. (૧૦) આલોચના, પ્રતિક્રમણ, દીક્ષા, વડી દીક્ષા, સ્વાધ્યાય તેમજ સંથારો (આજીવન અનશન) કરતી વખતે પૂર્વ અથવા ઉત્તર તેમ બેમાંથી કોઈપણ દિશા તરફ મોઢું રાખવું જોઈએ. બીજો ઉદ્દેશક (૧) જીવ આ ભવમાં કરેલ પાપ કર્મનું ફળ આ ભવમાં પણ ભોગવે છે અને આગળના ભાવમાં પણ ભોગવે છે. (૨) જીવને જે પણ જ્ઞાન થાય, તે સમવહત-અસમવહત બંને અવસ્થામાં રહે છે. (સમોહિયા-અસમોહિયા)સમુદઘાત અવસ્થામાં. (૩) ઇન્દ્રિયોના વિષયોનું ગ્રહણ જીવને એક દેશથી પણ થાય છે અને સર્વથી પણ થાય છે. (૪) દેવો બે શરીરવાળા હોય છે. ૧. ભવધારણીય ૨. ઉત્તરવૈક્રિય. ત્રીજો ઉદ્દેશક (૧) ભાષા(શબ્દ) બે પ્રકારના છે– ૧. અક્ષર સંબદ્ધ ર.નો અક્ષર સંબદ્ધ, નો ભાષા શબ્દ અનેક પ્રકારના છે- તત, વિતત, ઘન, નૃસિર, તાલ, લત્તિકા, ભૂષણ આદિના શબ્દો. (૨) શબ્દની ઉત્પત્તિ બે પ્રકારે થાય છે– ૧. પુલોના જોડાવાથી કે ટકરાવાથી ૨. પુદ્ગલોના વિખરાવાથી કે ભેદન થવાથી અર્થાત્ વાંસ, વસ્ત્ર ફાટવાથી કે ફાડવાથી પણ શબ્દ ઉત્પત્તિ થાય છે. (૩) સામાયિક બે પ્રકારની છે– ૧. આગાર સામાયિક ૨. અણગાર સામાયિક. (૪) તદનંતર ક્ષેત્ર, પર્વત, નદી વગેરે અનેક વિષયોનું કથન કરતાં-કરતાં ૬૪ ઇન્દ્રોનું કથન કરવામાં આવેલ છે. (૫) જંબુદ્વીપમાં બળદેવ, વાસુદેવ, ચક્રવર્તી વગેરે તેમજ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર વગેરેનું બે–બેની સંખ્યામાં કથન કરવામાં આવેલ છે ચોથો ઉદ્દેશક (૧) સમય, આવલિકા આદિ કાળ, ગ્રામાદિક ક્ષેત્ર, તથા છાયા, અંધકાર વગેરે જીવ સાથે સંબંધ રાખતા હોવાથી જીવ પણ કહી. શકાય છે અને તે અજીવ રૂપ તેમજ પુદ્ગલ રૂપ હોવાથી તેને અજીવ પણ કહી શકાય છે. (૨) આયુષ્ય સમાપ્ત થતી વખતે આત્મપ્રદેશ શરીરના કોઈપણ એક ભાગમાંથી પણ નીકળી શકે છે અને સંપૂર્ણ શરીરમાંથી પણ નીકળી શકે છે. સંસારી જીવોનો આત્મા એકદેશથી નીકળે છે અને મોક્ષે જતી વખતે જ આત્મા આખા શરીરમાંથી એક સાથે નીકળે છે. (૩) કર્મોના ક્ષયથી અથવા ક્ષયોપશમથી એમ બંને પ્રકારથી બોધિ, ચાર જ્ઞાન તેમજ સંયમની પ્રાપ્તિ થાય છે. (૪) ક્રોધ આદિ પાપ સ્વયં માટે કે બીજા માટે પણ કરવામાં આવે છે. (૫) સયોગી-અયોગી, જ્ઞાની–અજ્ઞાની, આહારક–અનાહારક, ભાષક–અભાષક, સશરીરી–અશરીરી વગેરે બે-બે પ્રકારના જીવના ભેદ કહ્યા છે. બાર પ્રકારના આત્મઘાત અર્થાત્ આર્તધ્યાનથી પોતાની જાતે મરવા રૂપી બાળમરણ કહ્યા છે. (૬) આઠે ય કર્મોના બે-બે ભેદ કહ્યા છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના દેશ' અને 'સર્વ' એમ બે ભેદ છે. આયુષ્ય કર્મના 'કાયસ્થિતિ' અને 'ભાવસ્થિતિ' રૂપ બે ભેદ છે અને અંતરાય કર્મના ૧. વર્તમાન લાભને નષ્ટ કરનાર અને ૨. ભાવી લાભને રોકનાર, આ પ્રકારે બે ભેદ છે. (૭) બે ચક્રવર્તી સાતમી નરકમાં ગયા- ૧. સુભૂમ ૨. બ્રહ્મદત્ત. (૮) તીર્થકરોના વર્ણ, દેવોની સ્થિતિ તથા પરિવારણાનું કથન કરવામાં આવ્યું છે. (૯) બે તારાવાળા ચાર નક્ષત્ર કહ્યા છે. બે ભાદ્રપદ, બે ફાલ્ગની. Page #202 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 202 (૧૦) લોકમાં દ્ધિપ્રદેશ, દ્ધિપ્રદેશાવગાઢ અને ક્રિસમય સ્થિતિક પુદ્ગલ સ્કંધ અનંત છે. અન્ય પણ અનેક તત્ત્વોના બે-બેની સંખ્યામાં કથન કરવામાં આવેલ છે. ત્રીજા સ્થાનનો સારાંશ: પ્રથમ ઉદ્દેશક (૧) જીવ બાહ્ય અથવા આત્યંતર પુગલોને ગ્રહણ કરીને અથવા વગર પણ વિવિધ ક્રિયારૂપ વિદુર્વણા કરી શકે છે. (૨) દેવ લોકમાં દેવો- ૧. પોતાની દેવી ૨. વિકર્વિત દેવી અને ૩. અન્ય દેવોની દેવી સાથે પરિચારણા કરનાર પણ હોય છે. (૩) તીવ્ર પરિણામોથી હિંસા તેમજ જૂઠનું સેવન કરનાર અલ્પ આયુષ્યનો તેમજ અશુભ દીર્ધાયુનો બંધ કરે છે. શ્રમણ નિગ્રંથને મોહ અથવા અજ્ઞાનવશ અકલ્પનીય આહાર વહોરાવવાથી ઓછા આયુષ્યનો બંધ પડે છે અને તેમની નિંદા કરવાથી કે ખરાબ બોલવાથી અશુભ લાંબા આયુષ્યનો બંધ પડે છે. આદર સહિત, ભાવ સભર શુદ્ધ આહાર વહોરાવવાથી શુભ દીર્ધાયુનો બંધ પડે છે. (૪) દેવ આકાશમાં વિકુવર્ણા કરે અથવા સંઘર્ષ કરે અથવા તારા વિમાનને અન્યત્ર લઈ જાય તો આકાશમાં તારો તૂટતો હોય તેવું લાગે છે. (૫) દેવો પોતાની ઋદ્ધિનું પ્રદર્શન કરવા માટે ગર્જના, વીજળી વગેરે કરે છે. તીર્થકરના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન ઉત્પન્ન થવા સમયે પણ દેવોનું અંગફુરણ, આવાગમન વગેરે થાય છે, તેમજ લોકમાં પ્રકાશ થાય છે. તીર્થકરના મોક્ષગમન સમયે, ધર્મ-વિચ્છેદ થવા સમયે તેમજ પૂર્વજ્ઞાન વિચ્છેદ થવા સમયે લોકમાં ભાવ અંધકાર થાય છે. (૬) માતા–પિતાની, ગુરુની, સ્વામી(સંરક્ષક)ની અનુપમ સેવા, સુશ્રુષા કરવા છતાં પણ સંપૂર્ણ ઋણ ઉતરતું નથી. તેમને કેવલી પ્રરપીત ધર્મ પમાડવાથી, કે ધર્મની આરાધના કરવામાં મદદરૂપ થવાથી જ તેમનું ઋણ સારી રીતે ઉતરે છે. (૭) ૧. નિદાન ન કરવાથી ૨. સમજ શુદ્ધ રાખવાથી ૩. ઉત્કૃષ્ટ જ્ઞાન આરાધનાથી અને ૪. કામ-ક્રોધ વગેરેથી રહિત સમાધિ–વંત બની ચિત્તમાં શાંતિ-સમાધિ રાખવાથી જીવ શીધ્ર સંસાર સાગર તરી જાય છે. (૮-૯) જીવોને ત્રણ પ્રકારની ઉપધિ અને પરિગ્રહ હોય છે– કર્મ, શરીર, ઉપકરણ. (૧૦) ધાન્ય (ઘઉં, બાજરી વગેરે)ની યોનિ ત્રણ વર્ષ બાદ, દ્વિદળ (ચણા–મગ વગેરે)ની યોનિ પાંચ વર્ષ બાદ અને બીજોની યોનિ સાત વર્ષ બાદ નષ્ટ થઈ જાય છે. ત્યારબાદ તે અચેત થઈ જાય છે, અને સ્વાભાવિક રૂપથી તે ઉગતા નથી. નોંધઃ પરંતુ પ્રયોગથી કે અમુક રીતે રાખવાથી ઉગી પણ શકે છે. જેમકે આગમમાં શ્રોતેન્દ્રિયનો વિષય અલ્પ બતાવવામાં આવેલ છે, છતાં પણ પ્રયોગ વડે હજારો માઈલ દૂરથી પણ તે જ ક્ષણે સાંભળી શકાય છે. (તે ભાષા કે શબ્દ નથી પણ નજીકના ઉપકરણનું ધ્વની છે.) (૧૧) જંબુદ્વીપ, સાતમી નરકનો અપ્રતિષ્ઠાન નરકાવાસ અને સર્વાર્થસિદ્ધ વિમાન ત્રણે ય એક લાખ યોજન પ્રમાણ છે અને એક જ લાઈનમાં આવેલ છે. (૧૨) પ્રથમ નરકનો સીમંતક નરકાવાસ, સમયક્ષેત્ર અને સિદ્ધ શિલા આ ત્રણેય ૪૫ લાખ યોજનાના છે અને એક લાઈનમાં આવેલ છે. (૧૩) કાલોદધિ સમુદ્ર, પુષ્કર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી શુદ્ધ પાણીના સ્વાદ અને ગુણવાળું છે. બાકીના સમુદ્રનું પાણી સ્વાભાવિક પાણી સમાન નથી. (૧૪) લવણ, કાલોદધિ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં મચ્છ કચ્છ ભર્યા છે. (૧૫) માંડલિક રાજા, ચક્રવર્તી રાજા અને મહાઆરંભી, મહાપરિગ્રહી આ ત્રણેય જો ધર્મનું આચરણ(શ્રાવક વ્રત કે સાધુ વ્રત) ન કરે તો નરકમાં જાય છે. (૧૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, અને દ્વીપ સાગર પ્રજ્ઞપ્તિનું અધ્યયન નિયત સમય પર (રાત્રી અને દિવસની, પ્રથમ અને અંતિમ–ચોથી પોરસીમાં) કરવામાં આવે છે. બીજો ઉદ્દેશક (૧) જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ લોક અથવા ઊંચા, નીચા, તિરછા એમ ત્રણ-ત્રણ પ્રકારના લોક કહેવામાં આવેલ છે. દેવોના ઇન્દ્ર, સામાનિક, ત્રાયટિંશક અને લોકપાલ એમ ચારેયની ત્રણ-ત્રણ પ્રકારની પરિષદ હોય છે. (ર) કોઈપણ સમયે તેમજ કોઈપણ ઉમરમાં જીવ બોધ, સંયમ અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. યથા– બાલવય, તરુણવય, વૃદ્ધાવસ્થા. (૩) અનેક હેતુઓ, નિમિત્તો અને પરિસ્થિતિઓથી દીક્ષા લેવામાં આવે છે, તેથી તે અનેક પ્રકારની છે. પરસ્પર પ્રતિજ્ઞાબદ્ધ હોય તો પણ દીક્ષા લેવામાં આવે છે. (૪) સુમન અને દુશ્મન ને લઈને અનેક વિકલ્પો કહેવામાં આવેલ છે. જેમાં જવું, આવવું, ખાવું, બોલવું, સાંભળવું, જોવું, ઊભા રહેવું, બેસવું, દેવું–લેવું વગેરે તથા મારવું, છેદન-ભેદન, કાપવું વગેરે અનેક ક્રિયાઓથી પણ બે-બે(સુમન-દુર્મન)વિકલ્પ કહ્યા છે (૫) સુવતીનો આ ભવ, પરભવ અને ભવોભવ પ્રશસ્ત થાય છે. (૬) લોકમાં વાયુ, આકાશના આધારથી; જળ, વાયુના આધારથી અને પૃથ્વી જળના આધારથી રહેલ છે; આ લોક સંસ્થિતિ છે. (૭) દિશાઓ ત્રણ છે- ૧. ઉપ૨ ૨. નીચે ૩. તિરછી. ગતિની અપેક્ષાએ ત્રસકાય ત્રણ છે- ૧. તેઉકાય ૨. વાયુકાય ૩. ત્રસકાય. (૮) સમય, પ્રદેશ, પરમાણુ એ ત્રણે ય અધ, અભેદ્ય, અગ્રાહ્ય, અનઈ, અવિભાજિત અને અપ્રદેશ છે. (૯) સમસ્ત પ્રાણીઓને દુઃખનો ભય લાગતો રહે છે. આ દુઃખ પોતાના જ પ્રમાદધન્ય કૃતકર્મોથી ઉત્પન્ન થાય છે અને તે દુઃખનો ક્ષય પોતાના અપ્રમાદથી થઈ શકે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ 203 jainology આગમસાર ત્રીજો ઉદ્દેશક (૧) જીવ પોતાના દોષોની આલોચના ત્રણ કારણે નથી કરતો. યથા– ૧. યશ-કીર્તિ ઓછા થવાના ભયથી. ૨. અપયશ-અકીતિ થવાના ભયથી. ૩. દોષ–સેવનનો ત્યાગ ન કરવો હોય. આ લોક અને પરલોક બંને સુંદર થશે, જ્ઞાન-દર્શન–ચારિત્રની શુદ્ધ આરાધના થશે, આત્મ-સમાધિની પ્રાપ્તિ થશે આ ત્રણ પ્રકારે વિચારી, સરળ આત્મા પોતાના દોષોની આલોચના, પ્રતિક્રમણ, આત્મનિંદા, ગહ કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે છે. થ) ધારણ કરે છે. ઘણા અર્થને ધારણ કરે છે અને ઘણા સાધક મુળ તેમજ અર્થ બંનેને ધારણ કરે છે. સૂત્રોને ધારણ કરનારને ગીતી અને અર્થને ધારણ કરનારને અર્થી કહેવાય છે તથા સૂત્રાર્થ ઉભય (બંને)ને ધારણ કરનારને ગીતાર્થ કે બહુશ્રુત કહેવાય છે. (૩) લાકડાનું, તુંબડાનું અને માટીનું તેમ ત્રણ પ્રકારના પાત્ર સાધુ રાખી શકે છે. (૪) સાધુ ત્રણ કારણોસર વસ્ત્ર ધારણ કરે છે– ૧. લજ્જા નિવારણ ૨. ધૃણા નિવારણ ૩. સહનશીલતાના અભાવના કારણે. (૫) ત્રણ આત્મ રક્ષક છે– ૧. સાથીઓની સારણા, વારણા કરી ગુણ ધારણ કરાવનાર ૨. અવસર ન હોય તો ઉપેક્ષા કે મૌન ભાવથી રહેનાર ૩. પ્રતિકૂળતા લાગે તો ત્યાંથી પોતાની જાતને અલગ કરી લેનાર. (૬) કોઈને મોટા દોષનું સેવન કરતાં સ્વયં જોઈ લે અથવા તો પોતાની વિશ્વાસુ વ્યક્તિ જોઈ લે અને આ દોષોની તે શુદ્ધિ ન કરે તો તેની સાથે આહારનો સંબંધ બંધ કરી શકાય છે. જૂઠનું ત્રણ વાર પ્રાયશ્ચિત લઈને ચોથી વાર જૂઠું બોલે તો તે પણ સંબંધ રાખવા યોગ્ય નથી. (૭) ત્રણ આવશ્યક તેમજ મુખ્ય પદવી છે– ૧. આચાર્ય ૨. ઉપાધ્યાય ૩. ગણી (સંઘાડા પ્રમુખ) તાત્પર્ય એ છે કે વિશાળ ગચ્છને આ ત્રણ પદવીધારી સિવાય રહેવું કલ્પતું નથી. (૮) ત્રણ કારણોથી અલ્પ વૃષ્ટિ થાય છે– ૧. પાણીના જીવો અને પુદ્ગલોનો ચય, ઉપચય ઓછો થવાથી ૨. દેવતાઓ વાદળાઓને અન્ય જગ્યાએ સંહરણ કરે. ૩. વાદળોને હવા વિખેરી દે. તેનાથી વિપરીત પ્રકૃતિ થવાથી વરસાદ વધુ થાય છે, અથવા દેવો અન્યત્રથી વાદળ લાવી અધિક વર્ષા કરી શકે છે. (૯) ત્રણ કારણોસર દેવ મનુષ્ય લોકમાં આવે છે– ૧. પોતાના ગુરુ વગેરેની ભક્તિ કરવા ૨. જ્ઞાની, તપસ્વી તેમજ દુષ્કર સાધના કરનારની સેવા કે વંદન કરવા. ૩. પોતાના માતા-પિતા વગેરે પ્રિયજનોને પોતાની ઋદ્ધિ બતાવવા. - ત્રણ કારણોસર દેવો આવી શકતા નથી. ૧. દેવલોકના સુખોમાં લીન થઈ જવાથી ૨. કોઈ પ્રયોજન કે રુચિ ન હોવાના કારણે ૩. “થોડીવાર પછી જઈશ” એવું વિચારતાં-વિચારતાં સેંકડો વર્ષ વ્યતીત થઈ જવાથી. (૧૦) ઘણા દેવો મનુષ્યભવ, આર્ય ક્ષેત્ર અને ઉત્તમકુળ પ્રાપ્તિની ઇચ્છા કરે છે. (૧૧) દેવોનો પશ્ચાત્તાપ– ૧. અહો! મનુષ્ય ભવમાં મારી પાસે સુંદર સ્વસ્થ શરીર અને અનુકૂળ સંયોગો હોવા છતાં શ્રુતનું વિશાળ અધ્યયન ન ક્યું. ૨. દીર્ઘ સંયમ પર્યાયનું પાલન ન ક્યું. ૩. સંયમનું શુદ્ધ રીતે આરાધન ન ક્યું. (૧૨) દેવો પોતાના મરણનો સમય ત્રણ રીતે જાણી જાય છે– ૧. વિમાન તેમજ આભૂષણોને નિસ્તેજ દેખવાથી ૨. કલ્પવૃક્ષ પ્લાન (જાંબુ) દેખવાથી ૩. શરીરની ક્રાંતિ (તેજ) જૂન દેખવાથી. (૧૩) ત્રણ વાતોનું દેવો દુઃખ અનુભવે છે– ૧. દૈવી સુખ છોડવાના ખ્યાલ માત્રથી ૨. મનુષ્ય જન્મના શુક્ર-શોણિતમય આહારોનાં ખ્યાલથી ૩. ગર્ભવાસના ખ્યાલથી. (૧૪) દેવોના વિમાન ત્રણ પ્રકારના હોય છે– ૧. સ્થાયી રહેનાર ૨. મનુષ્ય લોકમાં આવવાના ઉપયોગમાં આવનાર ૩. વૈક્રિયથી બનાવેલ વિમાન. (૧૫) ઉપવાસ, છઠ, અઠ્ઠમમાં ધોવણ પાણી પીવું સાધુઓને કહ્યું છે – ૧. ચોખાનું ઓસામણ ૨. છાશની પરાશ ૩. રાખ, લવિંગ વગેરેથી અચિત થયેલું પાણી. (૧૬) એક વસ્ત્ર કે એક પાત્ર રાખવું એ 'ઉણોદરી' છે. |કલ્પનીય આગમ સંમત ઉપકરણ જ રાખવા અને અકલ્પનીય ન રાખવા તે પણ ઉપકરણ ઉણોદરી છે.] (૧૭) વિલાપ કરવો, બડબડાટ કરવો તેમજ આર્ત-રૌદ્રધ્યાન કરવું તે સાધુ માટે યોગ્ય નથી. (૧૮) ચૌવિહાર ત્યાગ યુક્ત તપસ્યાઓ કરવાથી લબ્ધિઓ ઉત્પન્ન થાય છે અર્થાત્ તપસ્યામાં પાણીનો ત્યાગ કરવો એ મહત્ત્વશીલ આચાર છે. (૧૯) સામ, દામ, દંડ અને ભેદ એ ચાર નીતિ તે રાજનીતિ છે. (૨૦) ત્રણ પ્રકારના વિશિષ્ટ અવિનય કહેવાય છે– ૧. સ્થાન છોડી ચાલ્યા જવું. ૨. પૂર્ણ સંબંધ છોડી દેવો. ૩. રાગ-દ્વેષ ફેલાવવો. (૨૧) શ્રમણ નિગ્રંથોની સેવામાં શાંતિથી બેસવાથી અર્થાત્ પર્યપાસના કરવાથી ધર્મ શ્રવણનો લાભ મળે છે, જેનાથી જ્ઞાન, શ્રદ્ધા, વ્રત, પચ્ચકખાણ વિગેરેની પ્રાપ્તિ થાય છે, તેમજ તેની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં કરતાં તપ-સંયમની આરાધનાથી મોક્ષનો લાભ મળે છે. તેથી સાંસારિક કાર્યોમાંથી થોડો સમય બચાવીને અવશ્ય ધર્મ લાભ પ્રાપ્ત કરવો જોઇએ. ચોથો ઉદ્દેશક (૧) ઉદ્ગમ, ઉત્પાદનો અને એષણાના દોષ તે ત્રણેય દોષ સંયમને દૂષિત કરે છે. (૨) અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચાર (કોઈ કાર્ય માટે વિચારવું, તે માટેનાં સાધનો ભેગા કરવા, પગલું ભરવું અને આગળ વધવું)ની આલોચના, પ્રતિક્રમણ, નિંદા ગહરૂપે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. અનાચારની આલોચના સાથે તપ વગેરે ગ્રહણ રૂપ વિશેષ પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ. (૩) ત્રણ કારણોથી (અલ્પ) સામાન્ય ભૂમિકંપ થાય છે– ૧. પૃથ્વીમાં રહેલા કોઈ પુગલોનો ક્ષય (નષ્ટ) થવાથી. ૨. પૃથ્વીની અંદર રહેનાર વિશાળકાય 'મહોરગ'ના વિશેષ રીતના હલનચલન વગેરે ક્રિયા કરવાથી. ૩. વ્યંતર તેમજ નવનિકાય વગેરે દેવોનો પૃથ્વી પર સંગ્રામ થવાથી. ત્રણ કારણોથી સંપૂર્ણ પૃથ્વીનું કંપન થાય છે – ૧. પૃથ્વીને આધારભૂત ઘનવાત વગેરે સુભિત થવાથી ૨. કોઈ મહા ઋદ્ધિવાન દેવ પોતાની ઋદ્ધિ સામર્થ્ય દેખાડવા સંપૂર્ણ પૃથ્વીનું કંપન કરે. ૩. વૈમાનિક દેવો અને અસુરોમાં પૃથ્વી પર સંગ્રામ થવાથી. Page #204 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 204 (૪) સૌધર્મ–ઈશાન દેવલોકમાં ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા પ્રથમ કિષિી છે. સનત્કુમાર–માહેન્દ્ર દેવલોકમાં ત્રણ સાગરોપમની સ્થિતિવાળા બીજા કિલ્વિષી છે. લાંતક (છઠ્ઠા) દેવલોકમાં તેર સાગરોપમની સ્થિતિવાળા ત્રીજા કિલ્વિષી છે. (૫) ત્રણ પર્વત ચૂડી આકારના (વલયાકાર) છે – ૧. માનુષોત્તર પર્વત ૨. કુણ્ડલવર પર્વત ૩. રુચકવર પર્વત. (૬) તપસ્વી, રોગી અને નવદીક્ષિત એમ ત્રણે ય અનુકંપાને પાત્ર છે, જે તેમને પ્રતિકૂળ આચરણ કરે છે, તે અનુકંપાના પ્રત્યનીક(વિરોધી) ગણાય છે. (૭) શરીરમાં હાડકા, મજ્જા, વાળ, મૂંછ, દાઢી, રોમ, નખ, એ પિતાના અંગ છે; માંસ, લોહી અને મસ્તક એ માતાના અંગ છે. (૮) શ્રમણ નિગ્રંથના ત્રણ મનોરથ છે— ૧. થોડું કે વધારે જેટલું પણ શ્રુત જ્ઞાન ઉપલબ્ધ છે તેનું સંપૂર્ણ અધ્યયન કરું. ૨. એકલ વિહાર પ્રતિજ્ઞા ધારણ કરી વિહાર કરું. ૩. સંલેખના—સંથારાયુક્ત પંડિત મરણ પ્રાપ્ત કરું. (૯) શ્રાવકના ત્રણ મનોરથ છે– ૧. ઓછો કે વધુ જેટલો પણ પરિગ્રહ છે તેનો ત્યાગ કરું. ૨. સંયમનો સ્વીકાર કરું. ૩. સંલેખના—સંથારો ધારણ કરી પંડિત મરણ પ્રાપ્ત કરું. મન–વચન અને કાયા એમ ત્રણેય યોગથી આ ત્રણે ય ભાવના ભાવવાથી મહાન કર્મનિર્જરા થાય છે, તેમજ સાધુ કે શ્રાવક સંસારચક્રનો અંત પામનાર બને છે. (૧૦) પરમાણુ પુદ્ગલની ગતિ ૧. પરમાણુ પુદ્ગલથી ૨. અત્યંત રૂક્ષતાથી તેમજ ૩. અલોકથી પ્રતિહત થાય છે અર્થાત્ આ ત્રણે સિવાય પરમાણુની ગતિમાં અવરોધ આવતો નથી. (૧૧) સામાન્ય મનુષ્ય એક ચક્ષુવાળા, અવધિજ્ઞાની બે ચક્ષુવાળા અને કેવળ– જ્ઞાની ત્રણ ચક્ષુવાળા કહેવામાં આવ્યા છે.(અથવા કેવલજ્ઞાની એક ચક્ષુ, સામાન્ય મનુષ્ય દ્વિચક્ષુ અને અવધિજ્ઞાની ત્રણ ચક્ષુ.) (૧૨) અવધિજ્ઞાન થવા પર જીવ પહેલાં ઉપર જુએ છે, પછી તિરછું જુએ છે, અને ત્યારબાદ નીચે જુએ છે. = (૧૩) સમ્યક પ્રકારથી અધ્યયન કરેલ, ચિંતન કરેલ અને સમ્યક પ્રકારથી તપ–સંયમનું આચરણ કરી અનુભવેલ ધર્મ 'સુઆખ્યાત' થાય છે. (૧૪) પાપ ત્યાગ ત્રણ પ્રકારથી થાય છે – ૧. જ્ઞાનપૂર્વક ૨. જ્ઞાન વિના જ કેવળ શ્રદ્ધાથી કે દેખા—દેખીથી ૩. શંકા—પૂર્વક (સંદેહપૂર્વક). (૧૫) અવધિજ્ઞાની, મનપર્યવજ્ઞાની અને કેવળજ્ઞાની એ ત્રણેય ‘જિન’ કહેવાય છે. આ ત્રણે ય ‘કેવળી’ અને ‘અર્હત’ પણ કહેવાય છે. (૧૬) જિન પ્રવચન, મહાવ્રતો અને છ કાયા એમ ત્રણેયમાં શંકા રહિત બની, શ્રદ્ધા રાખી પરીષહો જીતે, એ સાધુ માટે હિતકરી તેમજ કલ્યાણકારી થાય છે. (૧૭) દરેક નરક પૃથ્વી પિંડની ચારેય તરફ ત્રણ વલય છે. ૧. ઘનોધિ ૨. ઘનવાત ૩. તનુવાતવલય. (૧૮) પાંચ સ્થાવરને છોડીને શેષ દંડકની વિગ્રહગતિ ઉત્કૃષ્ટ ત્રણ સમયની છે. (૧૯) ત્રણ તીર્થંકર ચક્રવર્તી પદ પ્રાપ્ત ર્યા બાદ તીર્થંકર બન્યા. આ સ્થાનમાં ત્રણની સંખ્યા સંબંધી અન્ય પણ અનેક વિષય કહેવામાં આવેલ છે, તેમાંના ઘણા વિષયોનું અન્ય આગમોમાં વિસ્તારથી વર્ણન છે. જેમાં વેદ, લેશ્યા, જીવોના ભેદ, યોનિ, કાલ ચક્ર, દીક્ષા, શૈક્ષ, સ્થવિર, પુરુષોની જુદી–જુદી મનોભાવના, શલ્ય, દર્શન, પ્રયોગ, સુગતિ, દુર્ગતિ, વચન, આરાધના, મિથ્યાત્વ, સંક્લેશ, નદી, વ્રહ, પર્વત, ક્ષેત્ર, દ્વીપ, સમુદ્ર, પ્રવ્રજ્યા આદિ માટેના અયોગ્ય, પ્રત્યનીક, ઋદ્ધિ આદિ ગર્વ, કરણ, મરણ, નક્ષત્ર, ત્રૈવેયક, પાપ કર્મ, પુદ્ગલ વગેરે વિષય છે. ચોથા સ્થાનનો સારાંશ : પ્રથમ ઉદ્દેશક (૧) ૧. ઓછામાં ઓછું કષ્ટ અને ઓછી દીક્ષા પર્યાયથી મોક્ષ મેળવનાર ‘મરુદેવી માતા’. ૨. ઓછું કષ્ટ, વધુ દીક્ષા પર્યાયથી ‘ભરત ચક્રવર્તી’ને મોક્ષ પ્રાપ્ત થયેલ. ૩. વધુ કષ્ટ અને ઓછી દીક્ષા પર્યાયથી મોક્ષ મેળવનાર ‘ગજસુકુમાલ’. ૪. અધિક કષ્ટ અને અધિક દીક્ષા પર્યાયથી મોક્ષપદ પામનાર ‘સનત્કુમાર’ ચક્રવર્તી. (૨) મનુષ્ય, શરીરથી ઉચ્ચ હોવાની સાથે સાથે – ૧. ગુણોથી ૨. ભાવોથી ૩. રૂપથી ૪. ઉદારતાથી ૫. સંકલ્પોથી ૬. બુદ્ધિથી ૭. દ્રષ્ટિથી ૮. શીલાચારથી ૯. વ્યવહારથી ૧૦. પુરુષાર્થથી પણ ઉચ્ચ હોવા જોઇએ. તેના માટે દસ ચૌભંગી વૃક્ષની સાથે કહેલ છે. આ પ્રકારે અન્ય પણ દસ–દસ ચૌભંગી છે. તુલના કરીને મનુષ્ય, શરીરથી સરળ હોવાની સાથે ઉપરોક્ત ગુણોમાં પણ સરળ હોવા જોઇએ; તેની પણ દસ ચૌભંગી છે. (૩) પ્રતિમાધારી સાધુ ચાર કારણોથી બોલે છે– ૧. આહાર-વસ્ત્ર આદિની યાચના કરવા માટે ૨. સૂત્ર, અર્થ કે માર્ગ પૂછવા માટે ૩. મકાન વગેરેની આજ્ઞા લેવા માટે ૪. પ્રશ્નનો ઉત્તર દેવા માટે. (૪) ૧. પિતાથી સારો ૨. પિતા સમાન ૩. પિતાથી હીન ૪. કુળનો યશ વગેરે નાશ કરનાર, આ ચાર પ્રકારના પુત્ર હોય છે. (૫) સેવાનું ફળ વેલ(લત્તા)– બહુ જલ્દીથી આપે છે. આંબો તેના યોગ્ય સમયે ફળ આપે છે. તાલવૃક્ષ લાંબા સમયે ફળ આપે છે અને મિંઢ—વિષાણ ફળતું જ નથી. તેવી જ રીતે મનુષ્ય પણ ચાર પ્રકારના હોય છે. (૬) નરકની તીવ્ર વેદના અને દુઃખોને કારણે નારકી મનુષ્ય લોકમાં જવા ઇચ્છે છે, પરંતુ કર્મક્ષય અને આયુષ્ય ક્ષય થયા વિના જઈ શકતા નથી. પરમાધામી દેવ તેને આવવા ન દે અને કોઈ દેવ પણ તેમને લાવી શકતા નથી. (૭) ક્રોધ આદિ ચાર કષાય પોતાની ઉપર, અન્ય પર, બંને પર અથવા કેવળ મનથી પણ થાય છે. આ કષાયો જમીન—જાયદાદ, મકાન, શરીર અને ઉપકરણોના નિમિત્તથી થાય છે. આ કષાયોની તીવ્રતા–મંદતાની અપેક્ષાએ ચાર પ્રકાર છે– ૧. અનંતાનુબંધી ૨. અપ્રત્યાખ્યાની ૩. પ્રત્યાખ્યાનાવરણ ૪. સંજ્જવલન. બીજી રીતે આભોગ, અનાભોગ, ઉપશાન્ત અને અનુપશાંત એમ ચાર ભેદ પણ હોય છે. આ કષાયોથી જીવ કર્મ બંધ તેમજ તેનો સંગ્રહ કરે છે. (૮) પ્રતિજ્ઞા ચાર પ્રકારની હોય છે ૧. આત્મ સમાધિ—સંયમ સમાધિરૂપ ૨. તપસ્યારૂપ ૩. વિવેક(ત્યાગ) તેમજ સાવધાની રૂપ ૪. કાયોત્સર્ગરૂપ. (૯) આયુ અને શ્રુત અભ્યાસની સાથે મધુરભાષી હોવું શ્રેષ્ઠ છે. (૧૦) પોતાના અવગુણોને જોવા તેમજ દૂર કરવા એ શ્રેષ્ઠ છે. (૧૧) સૂત્ર અને અર્થ બંને ધારણ કરનાર શ્રેષ્ઠ હોય છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ 205 jainology આગમસાર (૧૨) દરેક ઇન્દ્રોના ચાર–ચાર લોકપાલ હોય છે.(૧૩) ચતુર્યામ ધર્મમાં ચોથું મહાવ્રત છે સર્વ બાહ્ય વસ્તુને ગ્રહણ કરવાનો ત્યાગ. (૧૪) ચારેય ગતિમાં દુર્ગતિક હોય છે. સુગતિક ચાર કહ્યા છે, જેમ કે- દેવ, મનુષ્ય, સિદ્ધ, સુકુળ. (૧૫) લાકડું, સૂત, લોઢું અને પત્થર, એમાં જેમ ભિન્નતા હોય છે, તેમ જ મનુષ્યોમાં પણ ભિન્નતા હોય છે. (૧૬) નોકર ચાર પ્રકારના હોય છે – ૧. દૈનિક–વેતન લેનાર ૨. યાત્રામાં સાથે ચાલનાર ૩. ઠેકો લઈ કાર્ય કરનાર ૪. નિયત મજબ વેતન લેનાર. (૧૭) ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી ઇન્દ્રોની ચાર–ચાર અગ્રમહિષીઓ છે. (૧૮) ચાર ગોરસ વિગય છે– દૂધ, દહીં, ઘી, માખણ. ચાર સ્નેહ વિગય છે– ઘી, તેલ, વસા(વનસ્પતિ ઘી), માખણ. ચાર મહા વિગય – મધ, માખણ, દારૂ, માંસ. (નોંધઃ પુરાતન કાળમાં મધના ઉપયોગથી સૂરા કે મધિરા બનતી, મધપાન શબ્દ તેથી પર્યાય વાચી છે.) બીજો ઉદ્દેશક (૧) દીન પુરુષની અપેક્ષાએ ૧૭ ચૌભંગી કહેલ છે. જેમાં દસ પૂર્વવત્ અને ૧૧. જાતિ, ૧૨. વૃત્તિ, ૧૩. ભાષી, ૧૪. અવભાષી, ૧૫. સેવી, ૧૬. પર્યાય, ૧૭ પરિવાર, આ સત્તર થઈ. તેમજ આર્ય-અનાર્યની પણ ૧૭ ચૌભંગીઓ છે. અઢારમી ચૌભંગી આર્યભાવની સાથે છે. (૨) જાતિ, કુલ, બળ, રૂપ સંપન્ન બળદની ઉપમાથી ચૌભંગી છે. ગુણોની ઉત્કૃષ્ટતા, મંદતા, ભીરુ અને મિશ્ર ગુણવાળા હાથીની ઉપમાથી ચાર ચૌભંગી છે અને ચારે પ્રકારના હાથીઓના લક્ષણ પણ ગાથા દ્વારા બતાવેલ છે. (૩) વિકથાઃ ૧. સ્ત્રીની જાતિ, કુળ, રૂપ તેમજ વેષ ભૂષાની ચર્ચા વાર્તા કરવી. ૨. ખાદ્ય પદાર્થો પાકી ગયેલ છે કે નહીં, તેની. અવસ્થાની ચર્ચા, પકાવવાની વિધિ, સાધન અને ખર્ચ, વગેરેની ચર્ચા ૩. દેશોના વિધિ-વિધાન, ગઢ, કોટ, સીમા, પરિધિ વિવાહના રીત-રિવાજ, વેશ–ભૂષાની ચર્ચા–વાર્તા અથવા તેના બલાબલ, જય-પરાજય, રમ્યક–અરણ્યકની ચર્ચા–વાર્તા કરવી. ૪. રાજાના શરીર, વૈભવ, ભંડાર, સેના તેમજ વાહન આદિની ચર્ચા કરવી. (૪) ધર્મ-કથાઃ ૧. સાધુ-શ્રાવકના આચારમાં આકર્ષિત કરનાર, સંદેહ દૂર કરનાર વિવિધ દ્રષ્ટિકોણથી સમજાવે તેવી કથા કરવી. ૨. પરમત(પરધર્મ)ના મિથ્યા તત્ત્વોને સમજાવતાં–સમજાવતાં સ્વમતના સમ્યક તત્ત્વોની પુષ્ટિ કરવી. ૩. સંસારની અસારતા, શરીરની અપવિત્રતાનું સ્વરૂપ સમજાવવું.૪.કર્મ સ્વરૂપ તેમજ કર્મફળ સમજાવવું. (આખેવણી, વિખેવણી, સંવેગણી, નીરવેગણી,પ્રજ્ઞાપની આદિ) (૫) શરીરની અને ભાવોની નબળાઈ તથા દ્રઢતાથી ચૌભંગી કહીને તેમાં જ્ઞાનદર્શનની ઉત્પત્તિની ચૌભંગી કહેલ છે. (૬) ચાર કારણથી અતિશય જ્ઞાન (વિશિષ્ટ શ્રુતજ્ઞાન) તેમજ અવધિજ્ઞાન વગેરે ઉત્પન્ન થાય છે. ૧. ઉપરોક્ત ચારેય વિકથાઓ નહીં કરવાથી ૨. વિવેક તેમજ વ્યુત્સર્ગમાં સમ્યક વૃદ્ધિ કરવાથી. ૩. સુતાં–ઉઠતાં ધર્મ જાગરણ(આત્મ-ચિંતન) કરવાથી ૪. આહાર-પાણીની શુદ્ધ ગવેષણા કરવાથી. તેનાથી વિપરીત આચરણ કરવાથી અતિશય જ્ઞાન થતું નથી. (૭) ચાર પ્રતિપદાના દિવસે અર્થાત્ કારતક, માગસર, વૈશાખ અને શ્રાવણ વદી એકમના દિવસે ૨૪ કલાક સ્વાધ્યાય કરવો નહીં. તની પરંપરાએ આસો, કારતક, ચૈત્ર અને અષાઢ વદ એકમ). ચાર સંધ્યાઓમાં એક–એક મુહૂર્ત સ્વાધ્યાય ન કરવો. ચાર પ્રહરમાં સ્વાધ્યાય કરાય. પ્રથમ અને અંતિમ પ્રહર, દિવસમાં તેમજ રાત્રિમાં. (૮) ઘણા મનુષ્ય કેવળ પોતાના આત્માનું કલ્યાણ કરે છે અને ઘણા ઉપદેશ આદિ દ્વારા અન્યનું પણ કલ્યાણ કરે છે. એ પ્રકારે ખેદ, દમન અને સમર્થની અપેક્ષાએ ચૌભંગી છે. (૯) સરળતા પણ દેખાવની અને વાસ્તવિકતાની એમ બંને હોય છે. (૧૦) શંખના આવર્તનની ચૌભંગીથી મનુષ્ય સ્વભાવને ઉપમા દેવામાં આવી છે. (૧૧) તમસ્કાયના ૧૨ નામ છે. તે ચાર દેવલોકને આવરી લે છે. (૧૨) લવણ સમુદ્રમાં ૪૨000 યોજન જતાં ચારેય દિશાઓમાં વેલંધર નાગકુમારોના આવાસ પર્વત છે અને વિદિશાઓમાં અણુવેલંધર નાગકુમારોના આવાસ પર્વત છે. (૧૩) નંદીશ્વર દ્વીપમાં અંજન પર્વત આદિ છે. તેનું અહીં વિસ્તૃત વર્ણન છે. (૧૪) ગોશાલક મતમાં પણ ચાર પ્રકારના તપ છે– ૧. ઉપવાસ - છઠ્ઠ વિ. ૨. સૂર્ય આતાપના સાથે તપસ્યા ૩. નિવ–આયંબિલ ૪. રસેન્દ્રિય પ્રતિસંલીનતા – મનોજ્ઞ કે અમનોજ્ઞ રસોમાં રાગ-દ્વેષ રહિત થઈને રહેવું. (૧૫) સંયમ, ત્યાગ અને અકિંચનતા ચાર પ્રકારના છે – મન-વચન-કાયા અને ઉપકરણ. અહિંસા સંયમમાં સમિતિ, ત્યાગથી ગુપ્તિ અને અકિંચનતાથી વ્યુત્સર્જનની સૂચના છે. ત્રીજો ઉદ્દેશક (૧) ચાર પ્રકારનો ક્રોધ– ૧. પત્થરની લકીર ૨. ભૂમિની તિરાડ ૩. રેતીમાં પડેલ લીટી સમાન ૪. પાણીમાં ખેંચાતી લીટી સમાન. ચાર પ્રકારનું માન- ૧. વજ સ્તંભ સમાન ૨. હાડકાંના સમાન ૩. કાષ્ટ(લાકડા)ના સમાન ૪, નેતરના સમાન. ચાર પ્રકારની માયા- ૧. વાંસની ગાંઠ સમાન ૨. ઘેટાના શીંગડા સમાન ૩. બળદના મૂત્ર સમાન ૪. વાંસની છાલ સમાન. ચાર પ્રકારના લોભ– ૧. કિરમચી રંગ ૨. કાદવના રંગ સમાન ૩. ગાડાના ખંજન સમાન ૪. હળદરના રંગ સમાન. આ ચારેય પ્રકાર ક્રમ અનુસાર અનંતાનુબંધી ક્રોધ વગેરેના છે અને તેમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો ક્રમાનુસાર નરક, તિર્યચ, મનુષ્ય તેમજ દેવગતિમાં જાય છે. (૨) જીવોના ભાવ ચાર પ્રકારના હોય છે– ૧. કીચડવાળા જળ સમાન અત્યંત મલીન ૨. અન્ય કચરા માટી યુક્ત જળ સમાન ૩. બાલુ – રેતીના જળ સમાન ૪. પર્વતીય જળ સમાન અત્યંત નિર્મળ. આ ચારેય ભાવવાળા જીવો ક્રમશઃ નરક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિમાં જાય છે. (૩) સ્વર અને રૂપથી સંપનની ચૌભંગીથી એમ સમજવું કે મયુર સમાન બંને ગુણથી સંપન્ન મનુષ્ય શ્રેષ્ઠ છે, બાકી મનુષ્ય કાગડા, કોયલ અને સામાન્ય પોપટ સમાન છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 206 (૪) ચાર પ્રકારના વૃક્ષની ઉપમા− ૧. પત્ર સંપન્ન – સ્વયં ગુણ સંપન્ન ૨. પુષ્પ સંપન્ન – પોતાના ગુણ આપનાર અથવા સૂત્ર જ્ઞાન આપનાર ૩. ફળ સંપન્ન – ઘન અથવા સૂત્રાર્થ વિસ્તાર બીજાને દેનાર ૪. છાયા સંપન્ન પોતાના આશ્રયમાં આવેલ અનેકોની આજીવિકા કે ચારિત્ર રક્ષણ કરનાર. (૫) ભારવાહકના ચાર વિશ્રામ સમાન શ્રાવકને પણ સંસાર બોજના ચાર વિશ્રામ છે– ૧. એક ખંભાથી બીજા ખંભા ઉપર અથવા એક હાથથી બીજા હાથમાં ભાર લેવો – અનેક ત્યાગ, નિયમ, વ્રત ધારણ કરવા તથા તેનું પાલન કરવું. ૨. ભાર નીચે રાખવો - સામાયિક, ૧૪ નિયમ ધારણ કરવા ૩. માર્ગમાં મંદિર વગેરેમાં રાત્રિ નિવાસ કરવો – પ્રતિ મહિનામાં છ પૌષધ કરવા ૪. નિયત સ્થાને પહોંચી ભાર છોડી દેવો – મારણાંતિક સંલેખણા કરી ભક્ત પ્રત્યાખ્યાન વગેરે આજીવન અનશન સ્વીકાર કરવું. (૬) ઉન્નત તેમજ અવનત પુરુષની ચૌભંગીમાં ૧. ભરત ચક્રવર્તી ૨. બ્રહ્મદત્ત ચક્રવર્તી ૩. હરિકેશી મુનિ ૪. કાળશૌરિક એમ ચાર ઉદાહરણ રૂપ છે. (૭) કુળથી અને વૈભવથી ઉચ્ચ પુરુષ, ઉચ્ચ વિચારવાળા અને ઉદારતા સંપન્ન હોય તો શ્રેષ્ઠ છે. કૃપણતાવાળા, નીચ કે સંકુચિત્ત વિચારવાળા શ્રેષ્ઠ હોતા નથી. - (૮) ૧. જાતિ ૨. કુળ ૩. બળ ૪. રૂપ ૫. શ્રુત ૬. શીલ ૭. ચારિત્રથી સંપન્ન, અસંપન્ન પુરુષની એકવીસ ચૌભંગિઓ કહેવામાં આવેલ છે, જેમાં ઉભય સંપન્ન ત્રીજો ભાંગો શ્રેષ્ઠ છે. (૯) આંબળા, દ્રાક્ષ, દૂધ અને સાકર એમ ચારેય પ્રકારની મધુરતાની ઉપમા આચાર્યોને આપવામાં આવેલ છે. (૧૦) વૈયાવૃત્ય તેમજ ગણકૃત્ય કરનારની ચૌભંગીઓ કહેવામાં આવેલ છે, તેમાં કર્તવ્ય બજાવી માન(હું પણું) નહીં કરનાર શ્રેષ્ઠ કહેવાય છે. ગુરુ શિષ્યની તેમજ દઢ—ધર્મી વગેરેની આ ચૌભંગીઓ વ્યવહાર સૂત્રની સમાન છે. (૧૧) સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાના વ્રત-પર્યાયની તેમજ આરાધક તથા અનઆરાધકની ચૌભંગીઓ કહેવામાં આવેલ છે. (૧૨) સાધુ પ્રતિ શ્રાવક– ૧. માતા-પિતા ૨. ભાઈ ૩. મિત્ર ૪. અને શોક્યનું કર્તવ્ય કરનાર હોય છે. અર્થાત્ પોતાના વ્યવહાર–પ્રવૃત્તિ અનુસાર શ્રાવક હોય છે. કાચની સમાન નિર્મલ ચિત્ત, ધજાપતાકાની સમાન અસ્થિર ચિત્ત, ઠૂંઠા સમાન નમ્રતા રહિત દુરાગ્રહી અને કંટક સમાન કલુષતા યુક્ત દુઃખદાઈ સ્વભાવના શ્રમણોપાસક પણ હોય છે. (૧૩) મનુષ્ય લોકથી ૪૦૦ થી ૫૦૦ યોજન ઉપર ગંધ આવવાથી દેવતાઓ મનુષ્ય લોકમાં આવતાં નથી. (ત્રણ કારણ ત્રીજા ઠાણામાં કહેલા જ અહીં કહ્યા છે.) દેવદર્શન દર્લભ શંકા : દેવો અનેક દિવસોથી શ્વાસોશ્વાસ પૂર્ણ કરનારા હોય છે. જયાં સદાકાળ અને સર્વકાળ મરેલા જાનવરનાં કલેવરની ગંધ કરતાં અનેકગુણી ગંધ હોય છે, એવી નરકો સુધી પણ દેવો જાય જ છે. સ્નેહબંધન માટે કહી શકાય કે માતાપિતા, ભાઈબહેન, પુત્રપુત્રી નાં સંબંધ વગરનાં દેવોને ત્યાં ઘણા કાળ સુધી સ્નેહીજનોની યાદ આવી શકે છે. તથા ફકત સ્નેહબંધન નહિં, જન્માંતરે કોઇ જીવો દુશમનાવટ પણ રાખે છે. તો વેરસંબંધથી પણ કોઇ દેવો કેમ નથી આવતાં ? સમાધાન : નરક લોકમાં અસંખ્ય કાળે કયારેક કોઇ દેવ જાય છે. ત્રિછા લોકમાં તેઓ સંખ્યાતા કાળમાં અનેક વાર આવે છે. એક શક્યતા એ છે કે ઓછી રુધ્ધી વાળા સૂર્યચંદ્રની વિક્રીયા વચ્ચેથી જવાથી ત્રાસ પામે અને વધારે રુધ્ધી વાળા તેમાં ખલેલ પાડવાની આશાતના(અસભ્ય વર્તન) ન કરે. બીજું હાલનું આખું વિશ્વ રેડીયો તરંગો , માઈક્રોવેવ, મોબાઈલ ટાવરોથી આચ્છાદિત છે. આ તરંગો બાદર અગ્નિકાય નાં હોય છે. જેથી વૈક્રિય શરીર બનાવવા યોગ્ય, શુભ પુદગલોનો અભાવ પણ કાળ સ્વભાવથી થઇ શકે છે. અસંખ્ય દેવો મનોગત સંકલ્પ વિકલ્પનાં કારણે મનુષ્ય લોકમાં આપતિ ન ઉપજાવે તે કારણે પણ આધિપત્ય ધરાવતાં દેવો તેમને રોકી શકે છે. ચોથા આરામાં પણ પ્રદેશી રાજાએ પોતાના જીવનકાળમાં દેવોને જોયા ન હતાં, તેથીજ તેને પરલોક સંબંધી શંકા હતી . બીજું વળી જે વેરસંબંધ રાખે છે તે પહેલા તો દેવભવ પામતા જ નથી અને કોઇ પામે તો હલકી—નોકર જાતિના દેવ થાય છે, જયાં તેમને મનમાની સ્વતંત્રતા હોતી નથી, પોતાની મરજી પ્રમાણેનું તેમનું જીવન નથી હોતું. (સમાધાન એટલે – શ્રધ્ધાને કાયમ રાખી, પ્રત્યક્ષ પ્રમાણોની ઉપેક્ષા ન કરતાં, શકયતાઓની વિચારણાથી કરવામાં આવતો હઠ કે આગ્રહ વગરનો નિર્ણય .) Page #207 -------------------------------------------------------------------------- ________________ jainology 207 આગમસાર કોઈ એક દેવ જયારે કબૂતર અને બાજનું વૈક્રિય સ્વરુપ બનાવે છે, ત્યારે તેની પોતાની પણ ત્યાં આસપાસમાં હાજરી જરુરી થઈ જાય છે. કારણ કે વૈક્રિય શરીર ઉતકૃષ્ટ એક લાખ જોજનનું તથા તેના મૂળ શરીર અને વૈક્રિય શરીરની વચ્ચે આત્મપ્રદેશો સંલગ્ન(સળંગ) હોવાથી દેવલોકમાં બેઠા બેઠાં નીચે વૈક્રિય શરીર આવી શકે નહિં. કારણ કે અંતર એક લાખ જોજનથી વધુ થઇ જાય. દેવ પોતાના સમસ્ત જીવનકાળમાં પણ એક રાજુ પ્રમાણ ચાલતા નથી. આવવા જવા માટે તેઓ દેવવિમાનનો ઉપયોગ કરે છે. મનુષ્ય લોકમાં પણ જેમ વાહનોની ગતિ માનવ કરતાં વધુ હોય છે તેમ દેવોના વિમાન પણ શીગ્રગતિ વાળા હોય છે. વળી ઓછી રુધ્ધિવાળા દેવો(યક્ષ વગેરે) ઇચ્છીત વૈકિય શરીર બનાવી શકતા નથી અને તેના અભાવમાં પરકાયા પ્રવેશ(શરીર પ્રવેશ)નો સરળ માર્ગ લે છે. દેવોના મૂળભૂત શરીરને મનુષ્ય જોઈ શકતા નથી. (નોંધ: ઉડતી રકાબી Flying saucer જોયાનો દાવો કરનારાઓ જે પાણીના પરપોટા જેવો યાનનો આકાર અને પ્રકાશપુંજની વાત કરે છે, તે જયોતિષિ દેવોના વિમાનના આકારથી મળતો આવે છે.) (૧૪) મનુષ્યભવમાં કોઈને સંકેત કે વચન આપેલ હોય તો દેવતા મનુષ્ય લોકમાં આવે છે. તે સિવાય ત્રણ-ત્રણ કારણ ત્રીજા ઠાણામાં છે. તે સહિત અહીં કુલ ચાર ચાર બતાવવામાં આવેલ છે. (૧૫) તીર્થકરના નિર્વાણ સમયે પણ લોકમાં પ્રકાશ થાય છે જ્યારે અગ્નિના વિચ્છેદ થવાથી અંધકાર થાય છે તેના પણ ત્રણ ત્રણ કારણ ત્રીજા ઠાણામાં કહેલ છે. કુલ મળી અહીં ચાર-ચાર કારણ કહ્યા છે. (૧૬) સંયમી માટે ચાર દુઃખ શય્યા એટલે દુઃખ અવસ્થા છે– ૧. નિગ્રંથ પ્રવચનમાં અશ્રદ્ધા થવાથી ૨. સ્વયંના લાભ કે સુખ શાંતિમાં અસંતષ્ટ થવાથી. ૩. કામ ભોગોની અભિલાષા રાખવાથી. ૪. શરીર પરિકર્મની અભિલાષા કરવાથી. મનમાંને મનમાં જ સંકલ્પ-વિકલ્પથી ભિક્ષુ દુઃખી થાય છે. (૧૭) સંયમીની ચાર સુખ શય્યા એટલે સંયમીની પ્રસન્નચિત્ત આનંદમય ચાર અવસ્થા છે– ૧. દઢ શ્રદ્ધાથી સંયમ પાલન કરવું. ૨. પોતાના લાભ તેમજ સુખમાં સંતુષ્ટ રહેવું. ૩. કામભોગોની અભિલાષાથી મુક્ત રહેવું, વિરક્ત રહેવું ૪. ઉત્પન થયેલી બધી જ અશાતવેદનાને સમભાવ તેમજ મહાન નિર્જરા સમજી ઉત્સાહપૂર્વક સહન કરવી. આ પ્રકારે જીવવાવાળા સાધક સંકલ્પ-વિકલ્પથી રહિત બની સદા સુખી-પ્રસન્ન રહે છે. (૧૮) દીક્ષિત-પ્રવ્રજિત (પ્રવર્જીત) થનાર પુરુષ ચાર પ્રકારના હોય છે– ૧. ઉત્કૃષ્ટ વૈરાગ્યથી સંયમ લઈ ઉત્કૃષ્ટ આરાધના કરનાર વગેરે ભંગ સમજી લેવા. આ પ્રકારે વીરતા અને કાયરતાથી ચાર ભંગ થાય છે. (૧૯) પ્રથમ દેવલોકનું ‘ઉડુ' નામનું મધ્યવિમાન ૪૫ લાખ યોજન લાંબુ-પહોળું છે. અને સમય ક્ષેત્ર'ની સીધમાં છે. (ત્રીજા ઠાણામાં બાકીનાં ત્રણ કહેલ છે.) (૨૦) પૃથ્વી, પાણી, અગ્નિ અને સાધારણ વનસ્પતિ જીવોનાં એક શરીરને આંખોથી જોઈ શકાતા નથી.(વાયુકાયના તો અસંખ્ય શરીર ભેગા થાય તોય જાઇ શકાતા નથી, તેમજ રજકણો–પૃથ્વીકાયના, ભેજ-અપકાયના, વિધુત તરંગો–અગ્નિકાયના, અને પાણીમાંની ફુલણ–વનસ્પતિકાયના, અસંખ્ય બાદર શરીરો પણ બધાજ કાંઈ જોઈ શકાતા નથી.) (૨૧) આંખ સિવાયની ચારે ઇન્દ્રિયો પોતાના વિષયને સ્પષ્ટ થાય ત્યારે જાણે છે. (૨૨) ચાર કારણથી અલોકમાં જીવ અને પુદ્ગલ જઈ શકતા નથી. ૧. ગતિ અભાવ ૨. ધર્માસ્તિકાયનો અભાવ ૩. રૂક્ષતા હોવાથી ૪. લોક–સ્વભાવ, મર્યાદા હોવાથી. (૨૩) ઉદાહરણ અનેક પ્રકારના હોય છે, તેમાં દોષયુક્ત અને નિર્દોષ પણ હોય છે. મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. ૧. સામાન્ય ૨. એકદેશીય ૩. દોષયુક્ત ૪. ખંડનમાં દેવામાં આવતા વિરોધી ઉદાહરણ. (આહરણત દોષ–ઉદાહરણના દોષ માટે જુઓ ભાગ-૨ પાના નં-૨૫.) (૨૪) દારિક શરીર જીવરહિત પણ રહે છે તેમજ દેખાય છે અને શેષ ચાર શરીર જીવ રહિત રહેતા નથી તેમજ દેખાતા પણ નથી (૨૫) હેતુ–તર્ક પ્રમાણના ૧૨ પ્રકાર કહેવામાં આવેલ છે. વિસ્તાર માટે જુઓ ઉતરાર્ધ નાં પરિષ્ટમાં પાના નં ૨૮૪. પ્રમાણ-વાદ. (૨૬) અંધકાર કરનાર ચાર–નરક, નૈરયિક, પાપ અને અશુભ પુગલ. દેવલોકમાં પ્રકાશ કરનાર ચાર-દેવ, દેવી, વિમાન અને આભૂષણ. તિરછાલોકમાં પ્રકાશ કરનાર ચાર-ચંદ્ર, સૂર્ય, મણિ, અગ્નિ. ચોથો ઉદ્દેશક (૧) અપ્રાપ્ત સુખો તથા ભોગો માટે અને પ્રાપ્તના સંરક્ષણ માટે જીવ પ્રયત્નશીલ બની ભટકતો રહે છે. (૨) નારકા નો આહાર અત્યંત ગરમ અથવા અત્યંત ઠંડા પુગલોનો હોય છે. તિર્યંચનો આહાર શુભ, અશુભ અને માંસ આદિ વિભિન્ન પ્રકારનો હોય છે. મનુષ્યનો આહાર ચાર પ્રકારનો હોય છે– ભોજન, પાણી, ફળ–મેવા અને મુખવાસ, (અશન, પાન, ખાદિમ, સ્વાદિમ.) દેવતાઓનો આહાર ચાર પ્રકારનો છે ઉત્તમ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળો. (૩) વીંછીનું ઉત્કૃષ્ટ વિષ અર્ધ ભરત ક્ષેત્ર પ્રમાણ હોય છે. તે જ રીતે દેડકાનું ભરતક્ષેત્ર પ્રમાણ, સર્પનું જંબૂઢીપ પ્રમાણ, અને મનુષ્યનું અઢીદ્વીપ પ્રમાણ. આ પ્રમાણ સામર્થ્યની અપેક્ષાએ છે. (૪) બધાં જ રોગ વાયુ, પિત્ત અને કફના દોષિત થવાથી થાય છે અથવા ત્રણેયના સંયુક્ત પ્રકોપથી થાય છે. વૈદ્ય, ઔષધ, રોગી અને સેવા કરનારના સુમેળથી ચિકિત્સા સફળ થાય છે. સ્વયંની તેમજ અન્યની ચિકિત્સા કરનારના ચાર ભંગ થાય છે. (૫) ઘણા સાધુ કથન કરે છે પરંતુ તે કથન મુજબ જીવિકા તેમજ માધુકરી વૃત્તિનું પાલન કરતા નથી અને ઘણા જેવું કથન કરે છે, તેવું જ વર્તન-આચરણ કરે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ (૬) વાદળના ગરજવા–વરસવાની, વીજળીના ચમકવાની અને સુયોગ્ય સમય તેમજ ક્ષેત્રની ચૌભંગી બને છે. અર્થાત્ બધાં જ વિકલ્પ બને છે. આ પ્રકારે પુરુષ પણ બધા પ્રકારના હોઈ શકે છે. મેઘ અને માતા–પિતા સંબંધિત ચૌભંગીમાં બતાવવામાં આવેલ છે કે ઘણા માતા-પિતા જન્મ દે છે, પરંતુ સંરક્ષણ, ભરણ–પોષણ નથી કરતા. એક જ ક્ષેત્રમાં કે બધાં ક્ષેત્રમાં વરસાદ કરનાર વાદળને રાજાની ઉપમા દેવામાં આવેલ છે. 208 (૭) ચાર પ્રકારના વાદળ હોય છે– ૧. દસ હજાર વર્ષ સુધી જમીનને સ્નિગ્ધ કરી દેનાર ૨. એક હજાર વર્ષ સુધી ૩. દસ વર્ષ સુધી ૪. એક વર્ષ સુધી ભૂમિને સ્નિગ્ધ કરી શકનાર. (૮) ૧. ઓછું જ્ઞાન ધરાવનાર ભંગીની છાબડી (ગમે તેટલું નાખો છતાં હંમેશાં ખાલી રહેતું પાત્ર) સમાન છે. ૨. ઓછું જ્ઞાન હોવા છતાં પણ વાણી ચાતુર્યવાળા વેશ્યાના કદંડક સમાન છે. ૩. સ્વસમય, પરસમયના જ્ઞાતા ચારિત્રનિષ્ઠ આચાર્ય શેઠના આભૂષણો, સોના, રત્નની પેટી સમાન છે. ૪. આચાર્ય પદવીને યોગ્ય સર્વગુણ સંપન્ન આચાર્ય રાજ ભંડાર સમાન શ્રેષ્ઠ છે. તે જ પ્રકારે વિશાળ છાયા, પરિવારવાળા વૃક્ષ સમાન ઉપમાવાળા આચાર્ય શ્રેષ્ઠ છે. (૯) માર્ગ ગમનની અપેક્ષાએ ભિક્ષાચરોના ચાર પ્રકાર છે. (૧૦) મીણ, લાખ, લાકડી, માટીના ગોળા સમાન મનુષ્યના હૃદયની કોમળતા, કઠોરતાનું અંતર હોય છે. લોઢા આદિના ગોળા સમાન મનુષ્ય ભારે કર્મી આદિ હોય છે. સોના, ચાંદી વગેરેના ગોળા સમાન મનુષ્યની ગુણ સંપન્નતા તથા હૃદયની નિર્મલતા ઉચ્ચ, ઉચ્ચતર હોય છે. (૧૧) દેવ, દેવી, મનુષ્ય અને મનુષ્યાણી આ સર્વેયનો પણ પરસ્પર સહવાસ થઈ શકે છે. (૧૨) શરીર કૃશ અને કષાયનો પણ કોઈ એકાંત સંબંધ નથી. બધા ભંગ સંભવ છે. તે જ રીતે જ્ઞાન–વિવેક, આચરણ–વિવેક અને હૃદય—વિવેકમાં પણ બધા વિકલ્પ સંભવે છે. (૧૩) ચારિત્ર પાલન કરવા છતાં– ૧. ક્રોધી થવાથી ૨. ક્લેશી થવાથી ૩. આહાર વગેરે માટે તપસ્યા કરવાથી ૪. નિમિત્ત-હાનિ લાભ વગેરે બતાવવાથી, જીવ અસુરત્વને પ્રાપ્ત કરે છે. ૧. પોતાની પ્રશંસા ૨. પરનિંદા–પરદોષ કથન ૩. ભસ્મ-કર્મ- રક્ષા પોટલી વગેરે કરવાથી તથા ૪. કૌતુક કર્મ-મંત્રિત જળ વગેરે પ્રયોગ કરનાર સાધક અભિયોગિક એટલે નોકર દેવ બને છે. મિથ્યા માર્ગનો ઉપદેશ, મોક્ષ માર્ગમાં અંતરાય, કામભોગની અભિલાષા, નિદાનકરણથી જીવ મોહ કર્મમાં વૃદ્ધિ કરી દુર્લભ બોધિ બને છે. ૧. અરિહંત ૨. અરિહંત ધર્મ ૩. આચાર્ય આદિ ૪. સંઘ વગેરેના અવગુણ ગાવાથી જીવ કિલ્વિષક દેવ બને છે અને કાળાંતરે મૂંગા પશુની યોનિમાં જન્મ ધારણ કરે છે. (૧૪) સંકલ્પ તેમજ પરિસ્થિતિની અપેક્ષાએ ૨૮ પ્રકારની પ્રવ્રજ્યા કહેવામાં આવી છે. (૧૫) ચાર સંજ્ઞાઓ ઉત્પન્ન થવાના ચાર–ચાર કારણો છે. જેમાં એક–એક વિશેષ કારણ છે યથા ૧. પેટ ખાલી હોવાથી આહાર સંજ્ઞા ૨. કમજોર મનના કારણે– ભય સંજ્ઞા ૩. લોહી, માંસ, વીર્યની વૃદ્ધિથી– મૈથુન સંજ્ઞા ૪. પરિગ્રહના સંગ્રહને કારણે તથા તેનો ત્યાગ ન કરવાથી– પરિગ્રહ સંજ્ઞા, આ રીતે ચારેય સંજ્ઞા ઉત્પન્ન થાય છે. આ ચારેયમાં સામાન્ય ત્રણ કારણ એ છે કે તે—તે સંબંધી કર્મ ઉદયથી તેમજ જોવાથી, સાંભળવાથી, ચિંતન કરવાથી અને તત્સંબંધી વાર્તા કરવાથી આ સંજ્ઞાઓ ઉત્પન્ન થાય છે. (૧૬) પૂર્ણ—અપૂર્ણ, કુરૂપ–સુરૂપ, પ્રિય–અપ્રિય કુંભ સમાન મનુષ્ય પણ ગુણોથી પૂર્ણ–અપૂર્ણ આદિ હોય છે. ૧. ફૂટેલ ૨. જૂના ૩. ઝરતું હોય તેવા ૪. લક્ષણ સંપન્ન ઘડા સમાન ચારિત્ર પણ ચાર પ્રકારના હોય છે. જેમ કે– ૧. 'મૂળ' પ્રાયશ્ચિત યોગ્ય ૨. 'છેદ' પ્રાયશ્ચિત યોગ્ય ૩. સૂક્ષ્મ અતિચાર ૪. નિરતિચાર– સર્વથા શુદ્ધ ચારિત્ર. (૧૭) મધના ઘડા અને ઝેરના ઘડા અથવા ઢાંકણા સમાન મનુષ્યના હૃદય અને જીભ પણ મીઠા તેમજ કડવા હોય છે. હૃદય અને વચન બંને મિષ્ટ અને કલુષતા રહિત હોય; એ શ્રેષ્ઠ છે. (૧૮) આકસ્મિક ઘટનાઓને આત્મકૃત(સ્વતઃ થતા) ઉપસર્ગ સમજવા જોઇએ; દેવ, મનુષ્ય અને તિર્યંચે સર્જેલા ઉપસર્ગથી આ ઉપસર્ગ અલગ પ્રકારનો એટલે કે ચોથા પ્રકારનો ઉપસર્ગ(વિશેષ કષ્ટ) છે. આંખમાં ધૂળ પડવી, પગમાં કાંટો વાગવો, કયાંયથી પડી જવાથી, અંગોપાંગ શૂન્ય થઈ જવાથી, સાંધાઓ બંધાઈ જવાથી થનાર કષ્ટ પણ આત્મ સમુત્થ ઉપસર્ગ છે. ૧. દેવતા– કુતૂહલ, દ્વેષ, પરીક્ષા અથવા મિશ્ર હેતુથી ઉપસર્ગ કરે છે. ૨. મનુષ્ય- કુતૂહલ, દ્વેષ, પરીક્ષા અથવા કુશીલ સેવન માટે ઉપસર્ગ કરે છે. ૩. તિર્યંચ– ભય, દ્વેષ, આહાર, પોતાના બચ્ચાં કે સ્થાનના રક્ષણ અર્થે ઉપસર્ગ કરે છે. ૪. સ્વતઃ કર્મોના ઉદયથી. (૧૯) સંઘ ચાર કહ્યા છે— ૧. શ્રમણ ૨. શ્રમણી ૩. શ્રાવક ૪. શ્રાવિકા. એટલે કે ચારેય મળે ત્યારે સંઘ કહેવાય છે. (૨૦) દ્રવ્યથી પરિગ્રહ મુક્ત અને ભાવથી આસક્તિ– મમત્વ રહિત સાધુ જ મુક્ત અને મુક્તરૂપ થાય છે. (૨૧) સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વની ક્રિયા સિવાય બધી જ ક્રિયાઓ લાગી શકે છે. (૨૨) ક્રોધથી, ઈર્ષ્યાથી, ઉપકાર ન માનવાથી અર્થાત્ અકૃતજ્ઞ બનવાથી, તેમજ દુરાગ્રહથી ગુણોનો નાશ થઈ જાય છે. ગુણ ગ્રહણના અભ્યાસથી, સ્વચ્છંદતાના ત્યાગથી, ઉપકાર કરવાથી અને ઉપકારનો બદલો ઉપકારથી વાળવાથી ગુણોની વૃદ્ધિ થાય છે. (૨૩) ધર્મના દ્વાર ચાર છે– ૧. ક્ષમાભાવ ૨. સરળતા ૩. લઘુતા—નમ્રતા ૪. નિર્લોભતા. (૨૪) ૧. મહા આરંભથી ૨. મહા પરિગ્રહથી ૩. માંસાહારથી ૪. પંચેન્દ્રિય વધથી; નરકના આયુષ્યનો બંધ પડે છે. ૧. કપટ ૨. ઠગાઈ ૩. જૂઠાવચન અને ૪. જૂઠા લેખ લખવાથી તિર્યંચના આયુષ્યનો બંધ પડે છે. ૧. ભદ્રતા ૨. વિનય ૩. દયાળુ, સહૃદયતા અને ૪. મત્સર (ઈર્ષ્યા– અસૂયા) ભાવરહિત થવાથી મનુષ્યના આયુષ્યનો બંધ પડે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ jainology 209 આગમસાર ૧. સરાગ સંયમ (છઠ્ઠા, સાતમા ગુણસ્થાનકના સંયમ)થી ૨. શ્રાવકપણાથી ૩. બાલ(અજ્ઞાન) તપથી ૪. અકામનિર્જરા(અનિચ્છાથી ભૂખ, તરસ સહન કરવી, બ્રહ્મચર્ય પાલન)થી દેવના આયુષ્યનો બંધ થાય છે. (૨૫) વાધ, નૃત્ય, ગીત, માળા, અલંકાર, નાટક વગેરે ચાર-ચાર પ્રકારના છે. (૨૬) કાવ્યના ચાર પ્રકાર છે– ૧. ગદ્યકાવ્ય (છંદરહિત) મુક્તક કાવ્ય વગેરે ૨. પદ્યકાવ્ય (છંદ યુક્ત) દોહા, શ્લોક વગેરે ૩. કથ્થકાવ્ય ઢાલ, ચોપાઈ વગેરે ૪. ગેય કાવ્ય ગાયન વગેરે. (૨૭) પાંચમાથી આઠમા દેવલોક સુધીના ચાર દેવલોક પૂર્ણ ગોળાકાર છે. બાકીના આઠ દેવલોક અર્ધ ચંદ્રાકાર છે. (૨૮) ચાર સમુદ્રનું પાણી સ્વતંત્ર રસવાળું છે, જેમ કે- લવણ સમુદ્ર, વરુણ સમુદ્ર, ક્ષીર સમુદ્ર, ધૃત સમુદ્ર અને તેના પાણી અનુક્રમે નમક, સૂરા, દૂધ અને ઘી જેવા સ્વાદ તેમજ ગુણવાળા છે. વૃક્ષ, શુદ્ધ-વસ્ત્ર, સત્યવાદી, શુચિ–વસ્ત્ર, ગરીબ-પુરુષ, યાન, ઘોડા, સૂર, યુગ્મ, જુમ્મા, સારથી, ઘોડા, હાથી, પુષ્પ વગેરેની પુરુષ સાથે ઉપમાયુક્ત અનેક ચૌભંગીઓ કહેવામાં આવી છે. ઘાવ સંબંધી તેમજ શ્રેષ્ઠ અને પાપી, પ્રજ્ઞાપક–પ્રભાવક, મિત્ર–અમિત્ર, સંવાસ, જળ તૈરાક(તરવૈયા) સંબંધી અનેક ચૌભંગીઓ કહેવામાં આવી છે. સમવસરણ, દેવોના વર્ણ-અવગાહના, ગતાગત, ગર્ભ, કર્મ, બંધ, બેઈન્દ્રિય આદિ જીવોની હિંસા, અહિંસાથી સંયમ, અસંયમ, આવર્ત. નક્ષત્રોના તારા તેમજ પદુગલ સંબંધી ચાર–ચાર સંખ્યાવાળા વર્ણન છે. ચાર ધ્યાન અને તેના આલંબન, લક્ષણ, ભાવના વગેરેનું વિસ્તૃત વર્ણન છે. દ્વીપ, ક્ષેત્ર, પર્વત, નદી, દ્રહ તેમજ છપ્પન અન્તર્લીપોનું વિસ્તૃત વર્ણન છે. તૃણ વનસ્પતિ, અસ્તિકાય, અજીવ, અસ્વાધ્યાય, પ્રાયશ્ચિત્ત, કાળ વગેરે વિવિધ વિષયોનું કથન પણ છે. એ પ્રકારે આ ચોથું અધ્યયન સૈદ્ધાંતિક, ભૌગોલિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક એમ અનેક વિષયોનો ભંડાર છે. પાંચમા સ્થાનનો સારાંશ પ્રથમ ઉદ્દેશક (૧) કાયોત્સર્ગ પ્રતિમા પાંચ છે– ૧. ભદ્રા ૨. સુભદ્રા ૩. મહાભદ્રા ૪. સર્વતોભદ્રા પ. ભદ્રોત્તરા. તેમાં અમુક દિશા, વિદિશા તરફ મોઢું રાખીને અથવા તે દિશામાં જઈને નિર્ધારિત સમયનો કે અહોરાત્રનો કાયોત્સર્ગ કરવો.(૨) ઈન્દ્ર, બ્રહ્મા, શિલ્પ, સમ્મતિ અને પ્રજાપત્ય એ પાંચ સ્થાવરકાયના અધિપતિ દેવ છે. (૩) અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જો ભય, વિસ્મય આદિથી સાધક વિચલિત થઈ જાય તો તે સમયે જ તે જ્ઞાન નષ્ટ થઈ જાય છે. ચિત્ત ચંચળ થવાના કારણોમાં ૧. અત્યધિક જીવ, ૨. ભયાનક વિકરાળ જીવ, ૩. દેવની ઋદ્ધિ તથા ૪. નિધાન વગેરે નિમિત્તભૂત બને છે. (૪) પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં ધર્મને સમજવો, પાલન કરવું, પરીષહ સહેવા; એ બધું દુષ્કર(કઠિન) હોય છે, જ્યારે મધ્યમ તીર્થકરોના શાસનમાં સુગમ હોય છે. (૫) ૧. મહાદોષ સ્થાનનું સેવન કરવાથી ૨. આલોચના ન કરવાથી ૩. પ્રાયશ્ચિત્ત સ્વીકાર ન કરવાથી ૪. પ્રાયશ્ચિત્ત વહન ન કરવાની વૃત્તિવાળા ભિક્ષુ સાથે સંબંધ વિચ્છેદ કરી શકાય છે અને પ. દુસ્સાહસ– ખોટું સાહસ કરી મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાથી. (૬) કુલ, ગણ, સંઘમાં ભેદ પાડવાની દૂષિત મનોવૃત્તિ, હિંસકવૃત્તિ, બીજાની ભૂલો-છિદ્રો જોવાની વૃત્તિ, તેમજ વારંવાર કુતૂહલ, નિમિત્તવૃત્તિ કરવાથી દશમું પ્રાયશ્ચિત્ત આવે છે. (૭) ૧. આચાર્ય-ઉપાધ્યાય ગચ્છમાં આજ્ઞા-ધારણાનું પાલન ન કરાવી શકે. ૨. વિનય-વ્યવહારનું પાલન ન કરાવી શકે. ૩. યથાસમયે વાચના ન દઈ શકે. ૪. બીમારની સેવા સારી રીતે ન કરાવી શકે. ૫. પોતાને યોગ્ય લાગે તેમ કરે પરંતુ કોઈની સલાહ લે. નહિ, સાંભળે નહિ, તો ગચ્છ અશાંત તેમજ છિન્ન-ભિન્ન થઈ જાય છે. (૮-૯) સામાન્ય રીતે બેસવાના પાંચ પ્રકાર છે. જેમ કે– ૧. બંને પગ ઉપર ૨. બંને પંજા ઉપર ૩. બંને પગ અને પુત ને ભૂમિ ઉપર લગાવી ૪. પલાંઠી લગાવીને ૫. અર્ધી પલાંઠી લગાવીને(અથવા ૪. પદ્માસન ૫. અર્ધપદ્માસન) (૧૦) દેવોને પણ પાંચ-પાંચ સંગ્રામિક સેના અને સેનાપતિ હોય છે. (૧૧) જાતિ, કુળ, કર્મ, શિલ્પ બતાવીને તેમજ લિંગ દ્વારા આજીવિકા કરનાર પાંચ આજીવક હોય છે. (૧૨) પાંચ રાજ-ચિન્હ છે– છત્ર, ચામર, ખગ્ન, મુગટ તેમજ મોજડી. (૧૩) નીચેના સંકલ્પોથી પરીષહ સહન કરવા– ૧. આ પુરુષ કર્મને આધીન કે ઉન્મત અવસ્થામાં છે, અજ્ઞાની છે, તેથી જ પ્રતિકૂળ આચરણ કરે છે. ૨. એ પુરુષ યક્ષાવિષ્ટ છે અથવા દયાપાત્ર કે ના સમજ છે. ૩. મારા જ કર્મો ઉદયમાં આવ્યા છે, તેને ભોગવવા જ પડશે. તે પુરુષ તો નિમિત્ત માત્ર છે. ૪. જો હું સાધુ થઈને જ પરીષહ સહન નહી કરું તો એકાંત પાપકર્મોનું ઉપાર્જન થશે. પરીષહ સહન કરી લેવાથી મારા કર્મોની મહાનિર્જરા થશે, અંતે તો મને જ એકાંતે લાભ થશે. ૫. મારા સહન કરવાના ઉદાહરણને આદર્શ રૂપ રાખી બીજા સાધુ પણ નિર્જરા લાભ પ્રાપ્ત કરશે. (૧૪) કેવળીના જ્ઞાન-દર્શન–ચારિત્ર–તપ અને વીર્ય તેમ પાંચ અણુત્તર હોય છે. બીજો ઉદ્દેશક (૧) સાધુ પાંચ કારણથી નૌકા વગેરે દ્વારા ગંગા નદી જેવી મોટી નદીઓ પાર કરી શકે છે– ૧. કોઈ પણ પ્રકારનો ભય હોય. ૨. દુર્મિક્ષ હોય. ૩. કોઈ પાણીમાં ફેંકી દે. ૪. પૂર આવવાથી પ. અનાર્યોનો ઉપદ્રવ થવાથી. (૨) ચાર્તુમાસમાં પણ વિહાર કરવાના દસ કારણો– પાંચ ઉપર મુજબ ૬-૮. જ્ઞાન-દર્શન–ચારિત્ર માટે. ૯. આચાર્યના કાળ કરી. જવાથી. ૧૦. વૈયાવચ્ચ માટે. Page #210 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 210 (૩-૭)xxxx નોંધ: ઠાણાંગસૂત્રમાં સમયે સમયે અનેક સંકલન કે પરિવર્ધન થયા છે, અને જુની પ્રતો એકસમાન નથી. મકાનના અભાવમાં (દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ભયના કારણથી પણ) સાધુઓ અને સાધ્વીઓએ એક જ મકાનમાં ન રહેતાં, ગ્રહસ્થી કે શ્રાવક(અમાપિયા) ની સહાય લેતા અચકાવું જોઇએ નહિં, જેથી લોકનદાનું કારણ ન થાય. વસ્તીનાં અભાવમાં બે સંઘાડા ભેગા થવાનું કારણ પણ નથી. દ્રવ્યપ્રતિબધ્ધ કે ભાવપ્રતિબધ્ધ મકાન પણ જયાં વર્જય છે તો એકજ મકાન કેમ શક્ય કહેવાય? અપવાદ માર્ગની પ્રરુપણા ન હોય, અપવાદ તો અનેક કે અસંખ્ય હોય, પરિસ્થીતિ અનુસાર વિવેકથી જ નિર્ણય કરવાનો હોય. ઉપદેશ અને આદેશ આત્માનાં વિવેકને જાગૃત કરવા માટે હોય છે. અંતે નિર્ણય તો સર્વોપરી આત્માએજ કરવાનો હોય છે. મતિજ્ઞાન તેમાં સહાયક થાય છે, જે શ્રુતથી આપી શકાતું નથી. તો પછી ઘણાબધા અપવાદની પ્રરૂપણા શા માટે? - અહિં આજ્ઞાનું મહત્વ ઓછું આકવાનું નથી પણ આજ્ઞામાં રહેલા આશયને–ભાવને ગ્રહણ કરવાના હોય, જેમ પરઠવા નિકળેલા ધર્મરુચી અણગાર કડવા તુંબડાનું શાક આત્મનિર્ણયથી પી ગયા. (૮) મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ અને સમકિત વગેરે પાંચ સંવર છે. ક્રિયાઓ ૨૫ છે. ૧. પ્રયોગ ક્રિયા ૨. સામુદાન ક્રિયા ૩. ઇરિયાવહી ક્રિયા અને બાકીની રર ક્રિયા બીજા સ્થાનમાં જોઈ લેવી. (૯) પાંચ વ્યવહારોનો યોગ્ય ક્રમથી અને અનાગ્રહ ભાવથી ઉપયોગ કરવો જોઇએ, ત્યારે જ આરાધના થાય છે. સ્પિષ્ટીકરણ માટે જુઓ વ્યવહાર સૂત્રો (૧૦) શરીર અને ઉપકરણોના પરિકર્મ(ધોવું, સીવવું વગેરે)થી તેમજ વધુ ઉપકરણો રાખવાથી પણ સંયમનો ઉપઘાત (ક્ષતિ) થાય છે અને પ્રમાદમાં સમય વ્યતીત થાય છે. (૧૧) ધર્મ, ધર્મીજન અને ધર્મફળની નિંદા કરવાથી જીવ દુર્લભ બોધિ (કઠિનતાથી જ્ઞાનાવરણીય કર્મ તોડી શકે તેવો) થાય છે, તેનાથી વિપરીત ગુણ કીર્તન કરવાથી જીવ સુલભ બોધિ થાય છે. (૧૨) વનસ્પતિ ઊગવાના ૫ સ્થાન- ૧. અગ્ર ૨. મૂળ ૩. સ્કંદ ૪. પર્વ ૫. બીજ. (૧૩) પાંચ આચાર પ્રકલ્પ(નિશીથ સૂત્રની અપેક્ષાએ) છે- ૧. લઘ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન. ૨. ગરુ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાન. ૩. લઘુ ચોમાસી ૪. ગુરુ ચોમાસી પ. આરોપણ. તેમાં ક્રમશઃ ચાર, એક, આઠ, છ તેમજ એક ઉદ્દેશક છે. (૧૪) આરોપણાના પાંચ પ્રકાર છે– ૧. વહન કરાવવામાં આવનાર ૨. સ્થાપિત રાખનાર (હાલમાં મુલત્વી) ૩. થોડો સમય ઓછો કરવામાં આવનાર ૪. પરિપૂર્ણ દેવામાં આવનાર ૫. શીધ્ર વહન કરાવવામાં આવનાર. (૧૫) ઋષભદેવ ભગવાન, બ્રાહ્મી, સુંદરી, ભરત, બાહુબલી એ પાંચેયની ૫૦૦ ધનુષની ઊંચાઈ હતી. (૧૬) અવાજથી, સ્પર્શથી, ભૂખ લાગવાથી, સ્વપ્ન જોવાથી અને ઊંઘ પૂરી થવાથી સૂતેલી વ્યક્તિ જાગી જાય છે, મળ-મૂત્રની બાધા થવાથી કે વેદના થવાથી પણ વ્યક્તિ જાગી શકે છે. (૧૭) આચાર્ય – ઉપાધ્યાય પાંચ કારણથી ગચ્છ છોડી શકે છે. ૧. અનુશાસન બરાબર ન ચાલવાથી. ૨. ગણમાં વિનયનું પાલન બરાબર ન કરાવી શકવાથી. ૩. વાચનાદાન પ્રવૃત્તિ બરાબર ન થઈ શકવાથી. ૪. કોઈ નિર્ચથી પ્રત્યે આસક્તિ ભાવ, અસંયમ ભાવ થઈ જવાથી. ૫. મિત્ર, કુટુંબી વગેરે ગણમાંથી નીકળી જતા તેમને પુનઃ લાવવા કે સંભાળવા માટે. ત્રીજો ઉદ્દેશક (૧) પાંચ દ્રવ્યો અસ્તિકાય છે અને તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણથી પાંચ-પાંચ ભેદ છે. કાળ દ્રવ્ય અસ્તિકાય નથી. (૨) મુંડન દસ છે – પાંચ ઇન્દ્રિય મુંડન (નિગ્રહ), ચાર કષાય મુંડન અને દશમું શિર મુંડન. (૩) પાંચ અગ્નિ- ૧. અંગાર–ધગધગતો અગ્નિ પિંડ ૨. જ્વાલા–છિન્ન શિખા ૩. મુર્મર–ભસ્મ યુક્ત અગ્નિ કણ ૪. અર્ચિ–અચ્છિન્ન જ્વાળા ૫. અલાત– બળતી લાકડી, છાણું વગેરે. (૫) સંયમ પાલનમાં ઉપકારક પાંચ છે– ૧. છ કાય ૨. ગચ્છ ૩. રાજા ૪. ગૃહસ્થ ૫. શરીર. (૬) કોઈક સમયે અથવા હંમેશાં કામ આવનારી વસ્તુને નિધિ કહેવામાં આવે છે, તે ૧.પુત્ર મિત્ર ૩.કલા ૪.ધન ૫.ધાન્ય પાંચ છે (૭) શુદ્ધિ-પવિત્રતા પાંચ પ્રકારની હોય છે– ૧. અશુચિની શુદ્ધિ માટીથી ૨. મેલની શુદ્ધિ– પાણીથી ૩. વાસણની શુદ્ધિ– અગ્નિ કે રાખથી ૪. મનની શુદ્ધિ- મંત્રથી ૫. આત્માની શુદ્ધિ બ્રહ્મચર્યથી થાય છે. (૮) અલ્પવસ્ત્ર હોવાથી પાંચ શ્રેષ્ઠ લાભ– ૧. ઓછું પ્રતિલેખન ૨. લઘુતા– ઉપકરણોને સંભાળવા અને વિહારમાં ઉઠાવવા ઓછા ૩. પરિગ્રહ રહિતતા રૂપ(વેષ) ઉપર વિશ્વાસ ૪. વિપુલ તપ થાય છે અને જિન મત અનુસાર તપ થાય છે. ૫. મહાન ઇન્દ્રિય નિગ્રહ, પરીષહ વિજય થાય છે. (૯) મૃત્યુ સમયે જીવ પાંચ સ્થાનેથી નીકળે છે– ૧. પગેથી નીકળનાર જીવ નરકમાં જાય છે. ૨. ઘૂંટણ ઉપરના પગમાંથી નીકળનાર, જીવ તિર્યંચમાં જાય છે. ૩. છાતીએથી નીકળનાર મનુષ્યલોકમાં જાય છે. ૪. મસ્તકથી નીકળનાર જીવ દેવલોકમાં જાય છે. ૫. સર્વાગથી નીકળનાર જીવ મોક્ષમાં જાય છે. (૧૦) પચ્ચકખાણ શુદ્ધતા– ૧. શ્રદ્ધાપૂર્વક ગ્રહણ ૨. વિનય યુક્ત ગ્રહણ ૩. વચનથી સ્વીકાર તેમજ અંતિમ ઉચ્ચારણ ૪. શુદ્ધ-નિરતિચાર પાલન પ. ભાવશુદ્ધ રુચિપૂર્વક, સમજપૂર્વક, ઉત્સાહયુક્ત ગ્રહણ, ધારણ અને પાલન. (૧૧) સૂત્ર અધ્યયનના હેતુ અથવા લાભ– ૧. તત્ત્વોથી જ્ઞાન, વિજ્ઞાન થાય છે. ૨. શ્રદ્ધાની શુદ્ધિ થાય છે. ૩. ચારિત્ર આરાધનાના પરિણામોને બળ મળે છે. ૪. પ્રાપ્ત શુદ્ધ જ્ઞાન, કદાગ્રહ જડતાને નિર્મળ કરવામાં, સુલટાવવામાં સહાયક બને છે. ૫. પદાર્થોના યથાર્થ ભાવનું જ્ઞાન થાય છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ jainology 211 આગમસાર (૧૨) સૂત્ર અધ્યાપન (વાંચણી)નો હેતુ અથવા લાભ– ૧. શ્રત–સંપન્ન શિષ્યોની વૃદ્ધિ થાય છે. ૨. શિષ્યને યોગ્યતા સંપન્ન બનાવવાથી તેની પર ઉપકાર થાય છે તેમજ પોતાનું કર્તવ્ય પાલન થાય છે. ૩. કર્મોની નિર્જરા થાય છે. ૪. પોતાનું જ્ઞાન મજબૂત બને છે. ૫. શ્રુત પરંપરા જૈન શાસનમાં અસ્મલિત ચાલે છે. (૧૩) પાચં તીર્થકર કુમારવાસમાં (રાજા થયા વિના) દીક્ષિત થયા. ૧. વાસુપૂજ્ય ૨. મલ્લિકુમારી ૩. અરિષ્ટનેમિ ૪. પાર્શ્વનાથ ૫. મહાવીર. આ સ્થાનમાં પાંચની સંખ્યાને સંબંધિત અન્ય આગમોમાં આવતાં કે ન આવતાં અન્ય પણ અનેક વિષય છે. જેમકેમહાવ્રત, સમિતિ, આશ્રવ-સંવર, પાંચ ઇન્દ્રિયોના વિષય શબ્દ આદિ, પાંચ સ્થાવર, શરીર, રસ-ત્યાગ તપ, કાયકલેશ તપ, ભિક્ષાચરી, જ્યોતિષી, પરિચારણાઓ, અગ્રમહિષિઓ, સ્થિતિઓ, અજીવ, હેતુ-અહેતુ, અનુત્તર, જિન કલ્યાણક, અનુઘાતિક, દંડ, પરિજ્ઞા, સુખ–જાગૃત, દત્તિ, ઉપઘાત, વિશુદ્ધિ, પ્રતિ સંલીનતા, સંવર–અસંવર, આચાર, નિગ્રંથ, દ્રહ, પર્વત, ક્ષેત્ર, અવગાહના, ઋદ્ધિમંત, ગતિ, ઇન્દ્રિયાર્થ, બાદર, ઉપધિ, છઘસ્થના અજ્ઞાત તત્ત્વ, મહાનરક, મહાવિમાન, સત્વ, ભિક્ષાચર, ગતિ-આગતિ, બીજ-યોનિ, સંવત્સર, છેદન, અનંતર અનંત, જ્ઞાન, પ્રતિક્રમણ, વિમાનોના વર્ણ, ઊંચાઈ, નદીઓ, સભા, નક્ષત્ર, તારા, કર્મચયઆદિ અને પદુગલ વગેરે. (ગુજરાત વિધાપીઠ – અમદાવાદ થી પ્રકાશિત ઠાણાંગ-સમવાયાંગ માં વિષયવાર ફરીથી વર્ગીકરણ કરી, બાજુમાં ક્યા ઠાણા-સમવાયથી પ્રાપ્ત થયું છે, તે દર્શાવવામાં આવ્યું છે. અંતમાં શબ્દોની સુચી સાથે તે શબ્દો પુસ્તકમાં ક્યાં ક્યાં પ્રાપ્ત થાય છે, તેના પાના નંબર દર્શાવેલ છે.) છઠ્ઠા સ્થાનનો સારાંશ (૧) વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકના પ્રથમ સૂત્રમાં ગુણ સંપન્ન ભિક્ષને ગણ ધારણ કરવાનું (સંઘાડાના પ્રમુખ બનવાનું) કલ્પનીય બતાવેલ છે અને જો ગુણ સંપન્ન ન હોય તો તેને ગણ ધારણ કરી સંઘાડાના પ્રમુખ બની વિચરણ કરવાનું અકલ્પનીય કહેવામાં આવેલ છે. અહીં તેના છ ગુણો બતાવવામાં આવ્યા છે– ૧. શુદ્ધ શ્રદ્ધા સંપન્ન ૨. પૂર્ણ સત્યવાદી ૩. બુદ્ધિમાન ૪. બહુશ્રુત પ. શારીરિક શક્તિ સંપન્ન ૬. કલેશ રહિત સ્વભાવવાળા. અર્થાત્ શાંત સ્વભાવી, ધૈર્યવાન તેમજ ગંભીર. (૨) કાળગત સાધુ કે સાધ્વીઓ માટે આ કૃત્ય કરી શકાય છે– ૧. તેના મૃત શરીરને ઓરડાની અંદરથી બહાર લાવી શકાય છે. ૨. મકાનની બહાર લાવી શકાય છે. ૩.વોસિરાવ્યા પછી ગૃહસ્થ તે મૃત શરીરને કાંઈ કરે તો તેની ઉપેક્ષા રાખવી અથવા વોસિરાવ્યા પહેલાં તેના શરીર અને વસ્ત્રોનું પ્રતિલેખન કરવું. ૪. શબ પાસે રાત્રિ વ્યતીત કરવી. ૫. ગૃહસ્થોને સોપવું. વોસિરાવવું. (૩) વનસ્પતિ વિના બીજ– સંમૂર્ણિમ(સ્વતઃ) પણ ઉત્પન્ન થાય છે. (૪) જો આત્મજાગૃતિ- આત્માર્થીપણું ન હોય તો ૧. સંયમ પર્યાય જ્યેષ્ઠતા ૨. શિષ્ય પરિવાર ૩. શ્રતજ્ઞાન સંપન્નતા ૪. તપ સંપન્નતા ૫. અંતરાય કર્મના ક્ષયથી લબ્ધિવાન થવું. ૬. પૂજા, સત્કાર, યશ વગેરે આ બધું જ તેના માટે અહિતકર બને છે. જો આત્મજાગૃતિ અને આત્માર્થીપણું હોય તો આ બધું હિતકર બને છે. આત્માર્થી સાધક આવા નિમિત્તોથી નિર્જરા જ કરે છે. અનાત્માર્થી તેનાથી મોહ, ઘમંડ વગેરે કરી કર્મ બાંધી પોતાનું અહિત કરે છે. (૫) ૧. અરિહંત ૨. અરિહંત પ્રરૂપિત ધર્મ ૩. આચાર્ય–ઉપાધ્યાય ૪. સંઘના અવર્ણવાદ બોલવાથી તથા પ. પક્ષના પ્રવેશથી તેમજ ૬. મોહ કર્મના ઉદયથી જીવ ઉન્માદ પ્રાપ્ત કરે છે અર્થાત પાગલ થઈ જાય છે. (૬) છ પ્રમાદ– ૧. મધ(પૂરાતનકાળમાં મધથી મધિરા,દારુ બનતો અને તેથી તેજ શબ્દથી ઓળખાતો.)-મદ એટલે અભિમાન અર્થ પણ થઇ શકે. ૨. વિષય ૩. કષાય ૪. નિદ્રા કે નિન્દા, વિકથા, ૫. ધૂત (જગાર)અને ૬. પ્રતિલેખન પ્રમાદ.(અજતના). (૭) શાસ્ત્રાર્થના અંગ- ૧. વાદી ૨. પ્રતિવાદી ૩. અધ્યક્ષ ૪. નિર્ણાયક ૫. સભ્ય-ગણ ૬. દર્શક–ગણ. શાસ્ત્રાર્થના બે હેતુ છે– ૧. હારજીત અને ૨. સત્ય તત્ત્વ નિર્ણય. પ્રથમ અપ્રશસ્ત વિવાદ છે તેમજ અકલ્પનીય છે અને બીજો યોગ્ય અવસરે કલ્પનીય છે. વિવાદમાં છળ, અનૈતિકતાનું અવલંબન લેવામાં આવે છે. યથા– ૧. ઉત્તર ન આવડવાથી વિષયાંતરમાં જવું ૨. ફરી તે વિષય પર આવવું ૩. અધ્યક્ષને અનુકૂળ બનાવવા ૪. તેના પ્રતિ અસદુ વ્યવહાર કરવો ૫. તેમની સેવા કરી પ્રસન્ન કરવા ૬. નિર્ણાયકોનો બહુમત પોતાની તરફેણમાં કરવો. (૮) છ ઋતુ છે– ૧. પ્રાવૃત્ ઋતુ અષાઢ, શ્રાવણ ૨. વર્ષાઋતુ– ભાદરવો, આસો ૩. શરદઋતુ- કારતક, માગસર ૪. હેમંતઋતુ–પોષ, મહા ૫. વસંત-ફાગણ,ચૈત્ર ૬. ગ્રીષ્મ- વૈશાખ, જેઠ આમ ક્રમ છે. (૯) તિથિ ક્ષય- ૧. અષાઢી વદમાં ૨. ભાદરવા વદમાં ૩. કારતક વદમાં ૪. પોષ વદમાં ૫. ફાગણ વદમાં ૬. વૈશાખ વદમાં. (૧૦) તિથિ વૃદ્ધિ– ૧. અષાઢ સુદમાં ૨. ભાદરવા સુદમાં ૩. કાર્તિક સુદમાં ૪. પોષ સુદમાં પ. ફાગણ સુદમાં ૬. વૈશાખ સુદમાં. (૧૧) આહારના સારા પરિણામો– ૧. આનન્દ્રિત કરનાર ૨. રસોત્પાદક ૩. ધાતુપૂર્તિ કરનાર ૪. ધાતુ વૃદ્ધિ કરનાર ૫. મદ-મસ્તી. દેનાર દ. શરીર પોષક–ઉત્સાહવર્ધક. (૧૨) છ પ્રકારના ઝેર– ૧. કોઈના કરડવાથી ૨. પોતે જ વિષ ખાઈ લે તો ૩. કોઈના સ્પર્શ કરવાથી ૪. માંસ સુધી અસર કરનાર ૫. લોહીમાં અસર કરનાર ૬. હાડકા તેમજ મજ્જામાં અસર કરનાર. (૧૩) આયુ બંધ સમયે છ બોલનો બંધ (અથવા પૂર્વબદ્ધનો સંબંધ નિકાચિત્ત) થાય છે– ૧. જાતિ ૨. ગતિ ૩. કર્મોની સ્થિતિ ૪. શરીરની અવગાહના ૫. કર્મ પ્રદેશ અને ૬. તેનો વિપાક(ફળ). આખા ભવ માટેના આ બોલ નિશ્ચિત સંબંધિત થઈ જાય છે. મતલબ કે ગતિ, જાતિ, અવગાહના; એ આયુષ્ય અનુસાર સંબંધિત થઈ જાય છે અને બધા કર્મોની સ્થિતિઓ, પ્રદેશ અને વિપાક આયુષ્ય સાથે નિશ્ચિત થઈ જાય છે. (૧૪) નારકી, દેવતા અને જુગલિયા છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે “આયુષ્ય કર્મનો બંધ કરે છે. (૧૫) પ્રશ્ન પૂછવાના હેતુ– ૧. સંશય દૂર કરવા માટે ૨. પોતાના અભિનિવેશને રાખી, બીજાના પરાભવ માટે ૩. અર્થ વ્યાખ્યા જાણવા માટે ૪. પોતાના ચિત્તની પ્રસન્નતા કે સંતોષ માટે ૫. જાણવા છતાં પણ બીજાની જ્ઞાન વૃદ્ધિ માટે ૬. પોતાને જાણવા માટે. Page #212 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 212 (૧૬) છ ભાવ– ૧. ઉદય ભાવ- ક્રોધ આદિ ૨. ઉપશમ ભાવ- સમ્યકત્વ આદિ ૩. શાયિક ભાવ- કર્મક્ષય, કેવળજ્ઞાન આદિ ૪. ક્ષયોપશમ ભાવ: ચાર જ્ઞાન તથા ઇન્દ્રિય આદિ ૫. અનાદિ સ્વભાવ- આત્માનું જીવત્વ આદિ ૬. મિશ્ર ભાવ- દ્વિસંયોગી આદિ. (૧૭) પ્રતિક્રમણ– મળ-મૂત્ર આદિ વ્યુત્સર્જનનું, ગોચરીનું, પ્રતિલેખનનું, નિદ્રાનું, દિવસ-રાત્રિ આદિનું, અતિ અલ્પ ભૂલનું અને મરણ સમયનું. તે ઉપરાંત આ અધ્યયનમાં અન્ય આગમોમાં આવેલ વિષયો જ વધારે છે, તેમજ કેટલાક બીજા વિષયો પણ છે, તે આ પ્રકારે છે– - નિર્ગથ–નિર્ચથી પરસ્પર આલંબન, શેય-અય, સંભવ–અસંભવ, છ કાયા, સંસારી-જીવ, ગતિ–આગતિ, જ્ઞાન, શરીર, ઇન્દ્રિયાર્થ, અવગ્રહાદિના ભેદ, સંવર–અસંવર, પ્રાયશ્ચિત્ત, તપ, મનુષ્ય, દ્વીપ, ક્ષેત્ર, પર્વત, નદી, કહ, કૂટ, કાળ, જ્યોતિષ–ગ્રહ, નક્ષત્ર, તારા, સંઘયણ, સંસ્થાન, ઊંચાઈ, આર્ય, લોક સ્થિતિ, દિશાઓ, આહાર કરવાના તેમજ ન કરવાના કારણ, પ્રતિલેખનના ગુણ-દોષ, વેશ્યા, અગ્રમહિષી, દિશા કુમારીઓ, ક્ષુદ્ર-પ્રાણી, ગોચરી, મહાનરકના આવાસો, મહાવિમાન, શલાકા પુરુષ, ચંદ્ર અને નક્ષત્રનો સંબંધ, સંયમ–અસંયમ, અવધિજ્ઞાન, ભિક્ષુના અવચન, કલ્પ પ્રસ્તાર, સંયમ–નાશક, કલ્પસ્થિતિ, અંતર-વિરહ કાળ, નક્ષત્રોના તારા તેમજ પુદ્ગલ આદિ 'છ'ની સંખ્યાને સંબંધિત વિષયો છે. સાતમા સ્થાનનો સારાંશ (૧) ગણાપક્રમણ- ગણપક્રમણ એટલે 'ગણનો પરિત્યાગ'. રુચિ અનુસાર અધ્યયન કે અધ્યાપન રૂપ જ્ઞાન લાભ પ્રાપ્ત ન થાય, રુચિ અનુસાર ચારિત્ર તેમજ ચિત્ત સમાધિની આરાધના ન થાય અથવા પોતાની રુચિ કે શક્તિથી વધુ આચરણનો આગ્રહ હોય તો ભાવ સમાધિના હેતથી એક ગણને છોડી બીજા ગણનો સ્વીકાર કરવો એ ગણાપક્રમણ છે. સામૂહિક જીવનથી, સંયમમાં કે ચિત્ત સમાધિમાં અસંતોષ હોવાથી એકલા જ ગચ્છ-મુક્ત થઈ વિચરણ કરવું હોય તો ગુરુને નિવેદન કરી ગચ્છ ત્યાગ કરવો પણ 'ગણાપક્રમણ' છે. પડિમાઓ, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, અચેલત્વ પ્રતિજ્ઞા આદિ અનેક સાધનાઓ માટે એકલા વિચરણ કરવું એ ગણાપક્રમણ નથી, પરંતુ તે તો આચાર્યની સંપદામાં જ ગણવામાં આવેલ છે. તેઓ ક્રિયા-સાધના પૂર્ણ કરી આવે ત્યારે તેમનું સન્માન સંપૂર્ણ સંઘ કરે છે. સંક્ષેપમાં ગણાપક્રમણ એ પારિસ્થિતિક તેમજ અસંતુષ્ટિપૂર્વક ગચ્છ ત્યાગ છે અને પડિમાઓ વિશિષ્ટ વિશિષ્ટતર તપ આરાધના છે. (૨) વિર્ભાગજ્ઞાનના પ્રકાર- ૧. એક દિશાનું ૨. પાંચ દિશાનું ૩. જીવ ક્રિયાથી જ આવૃત છે- કર્મ કાંઈ નથી ૪. જીવ પુગલમય છે અથવા જીવ અપંગલમય જ છે, ૫. બધા જીવ સુખી છે અથવા દુઃખી છે. ૬. જીવ રૂપી જ છે ૭. હલચલ કરવાવાળા પુદ્ગલો અને જીવોને જોઈને એમ સમજવું કે આ બધા જીવો જ છે. (૩) આચાર્ય– ઉપાધ્યાયનું કર્તવ્ય બને છે કે તેઓ પણ ગણના સાધુ-સાધ્વીઓના જરૂરી વસ્ત્ર, ઉપકરણ વગેરેની પ્રાપ્તિ તેમજ સંરક્ષણ કરે. (૪) ૧. સહેજ પણ હિંસા કરે ૨. જૂઠું બોલે ૩. અદત્ત ગ્રહણ કરે ૪. શબ્દ આદિમાં આનંદિત થાય કે ખિન્ન થઈ જાય. પ. પૂજા–સત્કારમાં પ્રસન્ન થાય ૬. આ સાવદ્ય છે, તેવું કહીને પણ તેવી સાવદ્ય વસ્તુનું સેવન કરે અને ૭. જેવું બોલે તેવું આચરે નહિ. તો તે કેવળી નહીં, પરંતુ છદ્મસ્થ છે તેમ જાણવું. (૫) સાત નય- ૧. ભેદ–અભેદ બંનેને ગ્રહણ કરનાર– નૈગમનય ૨. કેવળ અભેદને ગ્રહણ કરનાર– સંગ્રહાય ૩. કેવળ ભેદને ગ્રહણ કરનાર વ્યવહારનય ૪. વર્તમાન પર્યાયને સ્વીકાર કરનાર- ઋજુસૂત્રનય ૫. લિંગ, વચન, કારકના ભેદથી(ભિન્નતાથી) વસ્તમાં ભેદ સ્વીકારનાર- શબ્દનય ૬. પર્યાયવાચી શબ્દોના ભેદથી વસ્તનો ભેદ સ્વીકાર કરનાર– સમભિરૂઢનય ૭. વર્તમાન ક્રિયામાં પરિણત વસ્તુને જ વસ્તુરૂપે સ્વીકાર કરનાર- એવંભૂતનય (૬) સાત સ્વર છે અને સાત સ્વરોના સ્થાન છે. આ સ્વરો જીવ અને અજીવ બંનેના હોય છે. આ સ્વરવાળાના લક્ષણો–સ્વભાવ તેમજ લાભ જુદા-જુદા હોય છે. સ્વરોની મૂર્છાનાઓ વગેરે અનેક પ્રકારના વર્ણન છે. (૭) ભૂતકાળની ઉત્સર્પિણીમાં, વર્તમાન–અવસર્પિણીમાં અને ભવિષ્યકાળની ઉત્સર્પિણીમાં સાત-સાત કુલકર થયા અને થશે. (૮) આ અવસર્પિણીના પ્રથમ કુલકર વિમળવાહનના સમયમાં સાતમું કલ્પવૃક્ષ ઉપભોગમાં આવતું હતું અને છ પ્રકારના વૃક્ષો કામમાં આવતાં હતાં. (૯) સાત દંડ નીતિ– ૧. હકાર ૨. મકાર ૩. ધિક્કાર ૪. નજર કેદ ૫. નિયત ક્ષેત્રમાં કેદ ૬. જેલ ૭. અંગોપાંગ છેદન. (૧૦) ચક્રવર્તીના ચૌદ રત્નો હોય છે. સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રત્ન. (૧૧) દુસ્સમ કાળનો પ્રભાવ જાણવાના બોલ– ૧. અકાળે વરસાદ થવો. ૨. સમયે વરસાદ ન થવો. ૩. અસાધુ(કુસાધુ)ઓનો વધુ આદર થવો. ૪. સાધુઓને ઓછો આદર મળવો. ૫. ગુરુજનો પ્રત્યે ભાવોમાં કમી આવવી. ૬. માનસિક દુઃખોની વૃદ્ધિ. ૭. વાચિક દુર્વ્યવહારની વૃદ્ધિ. આનાથી વિપરીત અવસ્થામાં એમ સમજવું કે દુસ્સમ કાળનો પ્રભાવ મંદ છે. (૧૨) અકાળ મરણના સાત નિમિત્ત- ૧. હર્ષ, શોક, ભય વગેરે પરિણામોની તીવ્રતાથી ૨. શસ્ત્રાઘાતથી ૩. આહારની વિપરીતતાથી ૪. રોગની તીવ્ર વેદનાથી ૫. પડી જવાથી કે અન્ય દુર્ઘટનાથી ૬. સર્પ આદિ કરડવાથી કે વિષ આદિ ખાઈ જવાથી ૭. શ્વાસ રૂંધાવાથી. (૧૩) સ્ત્રી આદિ ચારવિકથા, ૫. કરુણ રસ આદિ યુક્ત કથા, ૬. દર્શન અને ૭. ચારિત્રના વિધાત કરનારી કથા. આ ત્રણેયને પણ વિકથા સમજવી જોઈએ. બધી જ વિકથાઓથી જ્ઞાનનો વિઘાત થાય છે, તેથી અલગ ભેદ કહેલ નથી. Page #213 -------------------------------------------------------------------------- ________________ jainology | 213 આગમસાર (૧૪) આહાર તેમજ ઉપકરણોમાંથી આચાર્ય, ઉપાધ્યાયને ઉત્તમ–મનોજ્ઞ ઉપકરણ તેમજ આહાર દેવામાં આવે છે. આ બંને અતિશય સહિત અહીં સાત અતિશય કહ્યા છે. પાંચમા સ્થાનમાં અને વ્યવહાર સૂત્રમાં પાંચ અતિશય કહેલ છે. (૧૫) પ્રત્યેક લોકાંતિક દેવોમાં પ્રમુખ દેવ હોય છે અને સાતસો કે સાત હજાર સદસ્ય દેવો પણ હોય છે. તે સિવાય સામાન્ય દેવો હોય છે. (૧૬) ઇન્દ્રોની સાત સેના– ૧. હાથી ૨. ઘોડા ૩. મહિષ ૪. રથ ૫. પાયદળ ૬. નર્તક ૭. ગંધર્વ સેના અને તેમના અધિપતિ પણ હોય છે. પાયદળ સેનાની સાત કક્ષાઓ હોય છે. (૧૭) પાપ રહિત નિર્દોષ પવિત્ર મન રાખવું, તેમજ નિર્દોષ વચન બોલવા તે પ્રશસ્ત મન–વચનનો વિનય છે. જતનાપૂર્વક બેસવું, સૂવું, પડખું બદલવું, ઉભા થવું, ચાલવું, ઉલ્લંઘન કરવું તેમજ બધી જ ઇન્દ્રિયોનું કાર્ય જતનાપૂર્વક કરવું પ્રશસ્ત કાય વિનય છે. 1 (૧૮) લોકોપચાર – વ્યવહાર વિનય– ૧. ગુરુ આદિની સમીપ રહેવું ૨. એમના અભિપ્રાય અનુસાર ચાલવું ૩. કોઈનું પણ કાર્ય કરી દેવું ૪. પ્રતિ–ઉપકાર કરવો ૫. કોણ દુઃખી છે, બીમાર છે, તેનું ધ્યાન રાખવું ૬. દેશ–કાળને જાણી યોગ્ય પ્રવૃત્તિ કરવી ૭. સર્વ પ્રકારે અનુકૂળ વર્તન કરવું. (૧૯) તીર્થંકર પ્રરૂપિત અમુક સિદ્ધાંતો ખોટા છે, એવું કહીને કે માનીને ભિન્ન પ્રરૂપણા કરનારને 'નિદ્ભવ' કહેવામાં આવ્યા છે. ૭ પ્રવચન 'નિહ્નવ' ધર્માચાર્યના નામ આપેલ છે. જે મહાવીરના સમકાલીન કે તે પછીના સમયના છે. અન્ય પણ અનેક સાત સંખ્યા સંબંધિત વિષયોનું કથન આ અધ્યયનમાં છે. યથા– યોનિસંગ્રહ, ગતિ—આગતિ, પ્રતિમા, આચાર–ચૂલા, અધોલોક સ્થિતિ, બાદર વાયુ, સંસ્થાન, ભય, ગોત્ર, કાય, કલેશ, ક્ષેત્ર, પર્વત, જીવ, ઉત્તમ પુરુષ દર્શનસૂત્ર, છદ્મસ્થ, કેવલી, સંયમ–અસંયમ, સ્થિતિ, અગ્રમહિષી, દેવ, નંદીશ્વર દ્વીપ, શ્રેણિઓ, વચન–વિકલ્પ, વિનયના ભેદ–પ્રભેદ, સમુદ્દાત, નક્ષત્ર–દ્વાર, પુદ્ગલ આદિ. આઠમા સ્થાનનો સારાંશ (૧) પ્રમુખ બની વિચરણ કરનાર માટે છઠ્ઠા સ્થાનમાં કહ્યા પ્રમાણે શ્રદ્ધા, સત્ય, બુદ્ધિમતા વગેરે છ ગુણ અને (૭) ધૈર્યવાન (૮) ઉત્સાહશીલ, આ આઠ ગુણ એકલા વિહાર કરનાર સાધુમાં હોવા જોઇએ. ત્યારે જ તે એકલવિહાર માટે યોગ્ય થાય છે. તાત્પર્ય એ છે કે ભોળા ભદ્રિક, ક્રોધી, ઘમંડી, કલહશીલ, ઉત્સાહહીન, ધૈર્યહીન, અબહુશ્રુત વ્યક્તિ એકલવિહાર માટે યોગ્ય હોતા નથી. (૨) અંડજ, પોતજ, જરાયુજ, ૨સજ, સંસ્વેદજ, સંમૂર્છિમ, ઉદ્ભિજ્જ, ઔપપાતિક, એ આઠ પ્રકારના જીવ યોનિ–સંગ્રહ છે. (૩) આઠ સમિતિઓ છે : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ. (૪) આલોચના સાંભળવા માટે યોગ્ય− ૧. આચાર સંપન્ન ૨. અતિચારોના અનુભવી ૩. પાંચ વ્યવહારના ઉપયોગના અનુભવી ૪. આલોચનામાં સાહસ ઉત્પન્ન કરનારા ૫. શુદ્ધિ કરાવવા માટે યોગ્ય ૬. કોઈની પણ પાસે કોઈ પણ રૂપમાં દોષને પ્રગટ ન કરનાર ૭. દેવામાં આવેલ પ્રાયશ્ચિત્તને વહન કરાવી શકે અથવા સામર્થ્યના જ્ઞાતા ૮. દોષ સેવન તેમજ પ્રાયશ્ચિત્તને ભંગ કરવાથી આવતા ખરાબ પરિણામો માટે સમજાવવામા સમર્થ. (૫) ૧. ધર્માસ્તિકાય ૨. અધર્માસ્તિકાય ૩. આકાશાસ્તિકાય ૪. શરીર રહિત જીવ. ૫. શબ્દ ૬. ગંધ ૭. હવા ૮. પરમાણુ પુદ્ગલને આંખોથી જોઈ શકાતા નથી. કેવલી તેને પૂર્ણ રૂપે જાણે છે અને જુવે છે. (૬) ભરત ચક્રવર્તીના રાજ્ય પર બેસનાર આઠ રાજા ક્રમશઃ મોક્ષે સિધાવ્યા. (૭) ભગવાન મહાવીરની પાસે દીક્ષિત થનારા રાજાઓની સંખ્યા કુલ આઠ થઈ. (૮) દરેક લોકાંતિક દેવોની આઠ સાગરોપમની સ્થિતિ(આયુષ્ય) હોય છે. = (૯) ત્રણ અસ્તિકાય અને જીવના, આઠ મધ્ય(રુચક) પ્રદેશ કહેવામાં આવેલ છે.(૧૦) ૧ યોજન – આઠ હજાર ધનુષ પ્રમાણ. (૧૧) ભિક્ષુ નીચેના બોલનો ઉધ્યમ કરવામાં પ્રયત્નશીલ રહે- ૧. નહીં સાંભળેલા ધર્મ તત્ત્વોને સાંભળવામાં—જાણવામાં ૨. સાંભળેલા બોલને ધારણ કરવામાં ૩. નવા કર્મ—બંધ રોકવામાં ૪. તપ દ્વારા પૂર્વ કર્મ ક્ષય કરવામાં ૫. નવા–નવા યોગ્ય મુમુક્ષુઓ – આત્માર્થીઓને સંયમ ગ્રહણ કરાવવામાં. ૬. નવદીક્ષિતોની યથાયોગ્ય સંભાળ રાખવામાં ૭. રોગી વૃદ્ધ સાધુની સેવા કરવામાં ૮. ક્લેશને શાન્ત કરવામાં. (૧૨) કેવળી સમુદ્દાત આઠ સમયનો હોય છે. તે દરેક કેવળીને નહિ પરંતુ કોઈ કોઈ કેવળીને હોય છે. અન્ય પણ આઠની સંખ્યાને સંબંધિત અનેક વિષયો આ અધ્યયનમાં છે. જેમ કે ગતિ—આગતિ, કર્મ, આલોચના, સંવર–અસંવર, સ્પર્શ, લોક—સંસ્થિતિ, ગણિ–સંપદા, મહાનિધિ, પ્રાયશ્ચિત્ત, મદ, વાદી, મહાનિમિત્ત, વિભક્તિઓનું સ્વરૂપ, આયુર્વેદ, મહાગ્રહ, અગ્રમહિષી, સૂક્ષ્મ, દર્શન, કાળ, આહાર, કૃષ્ણરાજી, પૂર્વશ્રુત, ગતિ, દ્વીપ, સમુદ્ર, દ્વાર, લૂંટ, કાકણિ રત્ન, જગતી, દિશાકુમારીઓ, દેવલોક, પ્રતિમા, સંયમ, પૃથ્વી, વિમાન, અણુત્તરોપપાતિક, જ્યોતિષ, બંધ–સ્થિતિ, કુલ કોડી, પાપકર્મ વગે૨ે. નવમા સ્થાનનો સારાંશ (૧) આચાર્ય આદિ સાથે પ્રતિકૂળ પ્રવર્તન કરનાર તેમજ જ્ઞાન-દર્શન–ચારિત્રનું વિપરીતપણે આચરણ કે પ્રરૂપણા કરનાર શ્રમણને સંઘમાંથી અલગ કરી શકાય છે.(અહિં શ્રમણીનો શબ્દ નથી, શ્રમણીને તેના કુટુંબીજનોને સોંપી શકાય.) (૨) સંયમ સાધનામાં બ્રહ્મચર્ય પાલન જરૂરી છે અને બ્રહ્મચર્યની સુરક્ષા માટે નવ વાડ છે,એટલે કે આ નવ સ્થાન ત્યાજય છે. ૧. સ્ત્રીઓની અવર–જવર વાળું સ્થાન ૨. સ્ત્રી સંબંધી કથા વાર્તા ૩. સ્ત્રીઓના રૂપ સૌંદર્ય તેમજ અંગોપાંગનું અવલોકન ૪. તેમના હાસ્ય ગીત વગેરેનું શ્રવણ ૫. મધુર તેમજ ગરિષ્ટ ભોજન ૬. અતિભોજન ૭. શરીર, વસ્ત્રો આદિને સૌંદર્ય વૃદ્ધિ રૂપ સજાવટ કરવી, ન્હાવું–ધોવું, વગેરે પ્રવૃત્તિઓ ત્યાગવા યોગ્ય છે. ૮. સુખશીલતા તેમજ ઇન્દ્રિયોનું પોતાના વિષયમાં યથેચ્છ પ્રવર્તન ઇત્યાદિનો પરિત્યાગ કરવો શ્રમણને નિતાંત આવશ્યક છે. ૯. પૂર્વ ગૃહસ્થ જીવનના સુખ તેમજ ભોગોનું સ્મરણ પણ ન કરવું જોઇએ. Page #214 -------------------------------------------------------------------------- ________________ આગમસાર-પૂર્વાર્ધ 214 (૩) રોગોથી સુરક્ષિત રહેવા માટે રોગોત્પત્તિના નવ સ્થાનને સમજી તેનું ધ્યાન રાખવું જોઇએ- ૧. વધુ બેસી રહેવાથી, એકી સાથે વધુ ખાવાથી અથવા વારંવાર ખાતા રહેવાથી ૨. પોતાની અનુકૂળતાથી વિપરીત અથવા સ્વાસ્થના નિયમોથી વિપરીત આસને બેસવાથી અને વિપરીત ખાણી-પાણીથી ૩. વધારે સુવાથી કે નિદ્રા લેવાથી ૪. વધારે જાગવાથી પ૬િ. શરીરના કુદરતી આવેગ એટલે કે મળ-મૂત્ર વગેરેના વેગ રોકવાથી ૭. વધુ વિહારથી અર્થાત્ વધારે ચાલવાથી ૮. સમયે-અસમયે ખાવાથી કે ભૂખ્યા રહેવાથી ૯. ઇન્દ્રિયોનો અતિ ઉપયોગ કરવાથી કે અતિ કામ વિકાર સેવનથી. (૪) જંબૂદ્વીપમાં લવણ સમુદ્રમાંથી નવ યોજનના મચ્છ જંબૂઢીપમાં આવ-જા કરી શકે છે. અર્થાત્ એટલા મોટા પાણીના માર્ગ જંબુદ્વીપમાં અંદર સુધી હોય છે. (૫) વિગય અને મહાવિગય બંને મળી કુલ નવ વિગય છે. (૬) શરીરમાં નવ સ્રોત સ્થાન છે- બે આંખ, બે કાન, બે નાક, મુખ, ગુદા અને મૂત્રક્રિય. (૭) નિમિત્ત વિદ્યા, મંત્ર, વાસ્તુ વિદ્યા, ચિકિત્સા, કલા, શિલ્પ અને કુપાવચનિક સિદ્ધાંત આદિને પાપ ગ્રુતમાં બતાવેલ છે. અર્થાત્ કેવળ આત્મ કલ્યાણને અહિંસા પ્રધાન આગમ જ ધર્મ શાસ્ત્રમાં ગણવામાં આવે છે. આત્મ કલ્યાણ સાધના કરનાર માટે ઉપરોક્ત બધા પાપ શ્રત ત્યાજ્ય છે. તેને સ્વીકારનાર સાધક આત્મ-સાધનાથી દૂર થઈ જાય છે. (૮) શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધરોના નવ ગણ હતાં. (૯) શ્રમણ નિગ્રંથોના નવ કોટિ શુદ્ધ આહાર હોય છે– ૧. જીવ હનન (ફળ યા બીજ વગેરેનું ભેદન) ૨. અગ્નિ વગેરેથી પકવવું ૩. કરાવવાથી અને અનુમોદન (પ્રશંસા કે ઉપયોગ)થી રહિત આહાર કરે છે. પોતાના માટે કે અન્ય સાધર્મિક સાધુ-સાધ્વી માટે છેદન-ભેદન કરેલ, પકવેલ અને ખરીદેલ આહાર કરનાર શ્રમણ નવ કોટિથી અશુદ્ધ આહાર કરનાર હોય છે. (૧૦) ભગવાન મહાવીરના શાસનમાં નવ જીવોએ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન ક્યું– ૧. શ્રેણિક ૨. સુપાર્થ ૩. ઉદાયી ૪. પોટિલ અણગાર ૫. દઢાયુ ૬. શંખ શ્રાવક ૭. શતક શ્રાવક ૮. સુલસા શ્રાવિકા ૯. રેવતી શ્રાવિકા. (૧૧) શ્રેણિક રાજાનો જીવ પ્રથમ નરકમાં ૮૪000 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મહાપાના રૂપે જન્મ લેશે, ત્યાં તેના અનેક નામો. હશે. ત્યારબાદ ભગવાન મહાવીરની જેમ જ ૩૦ વર્ષમાં દીક્ષા અને ૪૨ વર્ષમાં કેવળજ્ઞાન થશે. ૭ર વર્ષની સંપૂર્ણ ઉમર થશે. પ્રથમ તીર્થકર બની સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ થશે. અહીં તેનું નવમાં ઠાણામાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલ છે. (૧૨) પ્રથમ કલકર “વિમળ વાહન' નવસો ધનુષ ઊંચા હતાં. - તે સિવાય નવની સંખ્યાને સંબંધિત અન્ય અનેક વિષય આ અધ્યયનમાં કહેવામાં આવેલ છે, જેમ કે આચારાંગના અધ્યયન, તીર્થકર, જીવ, ગતિ-અગતિ, દર્શનાવરણીય કર્મ, અવગાહના, જ્યોતિષ, બળદેવ-વાસુદેવ, નિધિ, શરીર, પુણ્ય, નિપુણતા, દેવ વર્ણન, નવ રૈવેયક દેવ, આયુષ્ય પરિણામ, પડિમા, પ્રાયશ્ચિત્ત, કૂટ, નક્ષત્ર, વિમાન ઊંચાઈ, શુક્ર ગ્રહ,નો કષાય, કુલ કોડી, પાપકર્મ ચય, પુદ્ગલ વગેરે. દસમા સ્થાનનો સારાંશ (૧) સંસાર અને પાપકર્મ કયારેય સમાપ્ત નથી થતા, જીવ એ અજીવ નથી થતો અને અજીવ એ જીવ નથી બનતો, સ્થાવર અને ત્રસ જીવ બંને હંમેશા રહેશે. લોકની બહાર જીવ નથી અને આવન-જાવન પણ નથી. જીવ વારંવાર જન્મ અને મરણ કરતો રહે છે. દરેક દિશાઓના લોકાંતમાં પુગલ રૂક્ષ હોય છે, અને અન્ય આવનાર પુદ્ગલોને પણ અત્યંત રૂક્ષ ભાવમાં બદલી નાખે છે. તેના કારણે આગળ ગતિ થતી નથી, આ લોક સ્વભાવ છે. (૨) દસ કારણોસર પુદ્ગલ ચલાયમાન થાય છે. (૩) ક્રોધની ઉત્પત્તિ– ૧. મનોજ્ઞ વિષયોનો કોઈ વિયોગ કરે, અમનોજ્ઞ વિષયોનો સંયોગ કરે ૨. સમ્યક વ્યવહાર કરવા છતાં કોઈ પ્રતિકૂળ વ્યવહાર કરે તો ક્રોધ આવે. (૪) દસ સંવર- પાંચ ઇન્દ્રિય નિગ્રહ, ત્રણ યોગ નિગ્રહ, ઉપકરણ સંવર અને સૂઈ કુશાગ્ર સંવર. આ દશેયના પ્રતિપક્ષ અસંવર છે. (૫) પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ આ દશ સમાધિ સ્થાનો છે. (૬) દશ અભિમાનના પ્રકાર છે– ૧. દેવ આગમનનું ૨. વિશિષ્ટ અવધિજ્ઞાન તથા અન્ય જ્ઞાનનું ૩–૧૦. જાતિ વગેરે ૮ મદ છે. (૭) દીક્ષા લેવાના વિભિન્ન કારણો હોય છે– ૧. સ્વયંના વૈરાગ્ય ભાવોથી ૨. રોષના કારણોસર ૩. દરિદ્રતાના કારણે ૪. સ્વપ્ન નિમિત્તે ૫. પ્રતિજ્ઞા નિભાવવા માટે ૬. પૂર્વ-જન્મનું સ્મરણ થવાથી ૭. રોગના નિમિત્તથી ૮. અપમાનિત થઈને ૯. દેવ–સૂચનાથી ૧૦. પિતા, પુત્ર, મિત્ર વગેરેના નિમિત્તથી. (૮) દશ શ્રમણ ધર્મ– ૧ થી ૪. ગુસ્સો, અભિમાન, કપટ, લાલચ ન કરવા પણ ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતાના ગુણ ધારણ કરવા પ. દ્રવ્ય-ભાવથી લઘુભૂત રહેવું ૬. સત્યભાષી તેમજ સત્યનિષ્ઠ ઈમાનદાર રહેવું. ૭. ઈન્દ્રિય- મનને વશમાં રાખવા ૮. યથાશક્તિ તપમાં વૃદ્ધિ કરતા રહેવું ૯. ત્યાગ–પ્રત્યાખ્યાન અને આહારાદિનું સંવિભાગદાન કરવું ૧૦. નિયમ–ઉપનિયમ સહિત શુદ્ધ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. (૯) આચાર્ય વગેરેની તેમજ રોગી, તપસ્વી, નવદીક્ષિત વગેરેની વૈયાવચ્ચ કરવી. (૧૦) ગાજ, વીજ, ધુમ્મસ વગેરે દશ આકાશ સંબંધી અસ્વાધ્યાય છે, હાડકાં-માંસલોહી–સૂર્યગ્રહણ વગેરે દશ દારિક અસ્વાધ્યાય છે. આવા અસ્વાધ્યાય પ્રસંગોમાં સૂત્ર પાઠ ન કરવો જોઈએ. (૧૧) ભરતક્ષેત્રમાં ૧૦ મહા નદીઓ ગંગા-સિંધુમાં મળે છે– ૧. જમુના ૨. સરયુ ૩. આપી ૪. કોશી ૫. મહી ૬. શત ૭. વિતસ્તા ૮. વિપાસા ૯. એરાવતી ૧૦. ચંદ્રભાગા. Page #215 -------------------------------------------------------------------------- ________________ jainology 215 આગમસાર (૧૨) પ્રતિસેવના- દોષ સેવન દશ કારણથી થાય છે– ૧. ઉદ્ધત ભાવોથી ૨. પ્રમાદ વશ ૩. ઉપયોગ શૂન્યતાથી ૪. પીડિત થવાના કારણોથી ૫. આપત્તિ આવવાથી ૬. કલ્પિત છે કે અકલ્પિત તેવી શંકાથી ૭. ભૂલ અકસ્માતથી ૮. ભયથી ૯. ઢેષ ભાવથી ૧૦. પરીક્ષાથી. (૧૩) આલોચનાના દસ દોષ- ૧. કાંપતા–ધ્રૂજતા કરે ૨. ઓછા પ્રાયશ્ચિત્તનો અનુનય કરે ૩. કેવળ બીજાએ જોયેલા દોષોની આલોચના કરે ૪. મોટા-મોટા દોષોની આલોચના કરે. ૫. નાનાનાના દોષોની આલોચના કરે ૬. અત્યંત ધીમેથી બોલે ૭. અત્યંત જોશથી બોલે ૮. અનેકની પાસે વારંવાર આલોચના કરે. ૯. અસ્પષ્ટ બોલે અથવા અયોગ્ય, અગીતાર્થ પાસે આલોચના કરે. ૧૦. તેવા જ દોષનું સેવન કરનાર પાસે આલોચના કરે. (૧૪) પ્રિયધર્મી અને દઢ ધર્મી વગેરે દશ ગુણયુક્તની પાસે આલોચના કરવી જોઇએ. (આઠમા સ્થાનમાં આઠ ગુણ કહ્યા છે.) (૧૫) આલોચના, પ્રતિક્રમણ વગેરે દશ પ્રાયશ્ચિત્ત છે. (૧૬) દશ મિથ્યાત્વ- ૧. ધર્મને અધર્મ શ્રદ્ધ, પ્રરૂપે તે મિથ્યાત્વ ૨. જિન માર્ગને અન્ય માર્ગ શ્રદ્ધ, પ્રરૂપે તે મિથ્યાત્વ ૩. જીવને અજીવ શ્રદ્ધે પ્રરૂપે તે મિથ્યાત્વ ૪. સાધુને કુસાધુ શ્રદ્ધ, પ્રરૂપે તે મિથ્યાત્વ ૫. આઠ કર્મથી મુકાણા તેને નથી મૂકાણા શ્રદ્ધ, પ્રરૂપે તે મિથ્યાત્વ ૬ થી ૧૦. આ પાંચને ઉલટા ક્રમથી (અર્થાત્ અધર્મને ધર્મ વગેરે) વિપરીત સમજ તેમજ શ્રદ્ધા પ્રરૂપણા કરે તે મિથ્યાત્વ. (૧૭) દશ ભવનપતિનાં દશ ચૈત્યવૃક્ષો છે– ૧. અસુરકુમાર–પીપળ ૨. નાગકુમાર– સપ્તપર્ણ ૩. સુવર્ણકુમાર–સેમલ(શાલ્મલિ) ૪. વિધુતકુમાર- ગૂલર(ઉમ્બર) ૫. અગ્નિકુમાર-સિરીસ ૬. દીપકુમાર-દધિપર્ણ ૭. ઉદધિકુમાર–અશોક ૮. દિશાકુમાર–પલાશ ૯. વાયુકુમાર–લાલ એરંડ ૧૦. સ્વનિતકુમાર-કનેર. (૧૮) દશ સુખ– ૧. પહેલુ સુખ સ્વસ્થ શરીર ૨. લાંબી ઉમર ૩. ધન સમ્પન્નતા.૪-૫. ઇન્દ્રિય અને વિષયોનું સુખ ૬. સંતોષવૃતિ ૭. યથા– સમયે આવશ્યક વસ્તુ મળવી ૮. સુખ-ભોગના સુંદર સાધન ૯. સંયમ ગ્રહણનો સંયોગ ૧૦. સંપૂર્ણ કર્મ ક્ષય. (૧૯) સંક્લેશ થવાના દસ નિમિત્ત– ૧. ઉપધિ ૨. ઉપાશ્રય ૩. કષાય ૪. આહાર ૫ થી ૭. મનવચન-કાયા ૮. જ્ઞાન ૯. દર્શન ૧૦. ચારિત્રના નિમિત્તથી સંક્લેશ થઈ શકે છે. તેથી હંમેશાં અસંક્લેશ ભાવોમાં સાવધાન રહીને સાધના કરવી. (૨૦) જૂઠું બોલવાના દસ કારણો– ૧. ક્રોધ ૨. માન ૩. માયા ૪. લોભ ૫. રાગ ૬. દ્વેષ ૭. હાસ્ય ૮. ભયથી જૂઠું બોલવું ૯. કથા-વાર્તાને સરસ–રસિક બનાવવામાં કે પોતાનો ઉત્કર્ષ દેખાડવા માટે જૂઠું બોલવું ૧૦. બીજાનું અહિત કરવા માટે પણ જૂઠું બોલવામાં આવે છે અથવા તો બીજા માટેના સત્ય છતાં અહિતકર વચન પણ મૃષાવચન છે.આ બધાં જૂઠ કર્મબંધન કરાવનાર છે, તેવું જાણી સત્ય ભાષણ કરવું. (૨૧) સત્ય અને અસત્યથી મિશ્રિત ભાષા પણ ત્યાજ્ય છે. તેથી સમજી-વિચારીને નિર્ણય લઈ શુદ્ધ સત્ય ભાષા બોલવી જોઈએ. (૨૨) દશ શસ્ત્ર- ૧. અગ્નિ ૨. વિષ ૩. લવણ ૪. સ્નિગ્ધ પદાર્થ ૫. ક્ષાર પદાર્થ ૬. ખાટા પદાર્થો ૭ થી ૯. દુષ્ટ મન-વચન-કાયા ૧૦. અવિરતિ–પાપ ત્યાગ ન કરવા કે વ્રત ધારણ ન કરવા. આ સર્વેય આત્મા માટે, શરીર માટે, કે જીવો માટે શસ્ત્રભૂત છે. (૨૩) વાદના દૂષણો- ૧. સભામાં ભૂલી જવું. ૨. પક્ષપાત કરવો. ૩. વાદમાં છેલ_છેતરપિંડી કરવી. ૪. દોષયુક્ત બોલવું. ૫. ખોટો તર્ક રજૂ કરવો. ૬. વિષયાંતરમાં જવું. ૭. અસભ્ય વ્યવહાર કરવો વગેરે વાદના દોષો છે. (૨૪) દશ દાન– ૧. અનુકંપા ભાવથી ૨. સહાયતા માટે ૩. ભયથી ૪. મૃત્યુ પામનારના નિમિત્તે પ. લોક-લાજથી ૬. યશ માટે – મોટાઈ બતાવવા માટે ૭. જેનાથી હિંસા વગેરેને પોષણ મળે તેવું શસ્ત્ર આદિનું દાન ૮. ધાર્મિક વ્યક્તિને દેવું અથવા ધર્મ-સહાયક પદાર્થનું દાન દેવું ૯. કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે દેવું ૧૦. કોઈની આજ્ઞાથી દેવું. (૨૫) સમ્યગદર્શન દશ પ્રકારનું છે– ૧. બાહ્ય નિમિત્ત વિના થનાર ૨. ઉપદેશ સાંભળીને થતું ૩. સર્વાની આજ્ઞાના પાલનથી ૪. સૂત્ર-અધ્યયનથી ૫. અનેક અર્થોના બોધક એકવચનના ચિંતનથી ઉત્પન્ન . સૂત્રાર્થના વિસ્તૃત જ્ઞાનથી ૭. પ્રમાણ, નય, ભંગ વગેરેના સૂક્ષ્મતમ જ્ઞાનથી ઉત્પન ૮. ધાર્મિક ક્રિયાઓના આચરણથી ઉત્પન્ન ૯. સંક્ષિપ્ત ધર્મ પદને સાંભળવા-સમજવા માત્રથી ઉત્પન્ન ૧૦. શ્રત ધર્મ–ચારિત્ર ધર્મના જ્ઞાન-શ્રદ્ધાથી ઉત્પન્ન. (૨૬) નરકમાં દશ વેદના હોય છે– ૧. ભૂખ ૨. તરસ ૩. ઠંડી ૪. ગરમી ૫. ખંજવાળ ૬. પરતંત્રતા કે પરજન્ય કષ્ટ ૭. ભય ૮. શોક ૯. બુઢાપો-ઘડપણ ૧૦. રોગ. (૨૭) દશ તત્ત્વોને છાસ્થ પૂર્ણ રીતે જાણી શકતા નથી– ૧ થી ૩. ત્રણ અસ્તિકાય ૪. શરીર રહિત જીવ ૫. પરમાણુ ૬. શબ્દ ૭. ગંધ ૮. વાયુ ૯. આ જીવ કેવળી થશે ૧૦. આ જીવ મોક્ષમાં જશે. આઠમા સ્થાનમાં આઠ બોલ કહેલ છે. (૨૮) દશ આગમોની દશ દશાઓ છે– અર્થાત્ જે શાસ્ત્રોમાં દશ અધ્યયન છે, તે આગમોનાં નામ- ૧. ઉપાસક દશા ૨. અંતગડ દશા ૩. અણુત્તરોપપાતિક દશા ૪. પ્રશ્ન વ્યાકરણ દશા ૫. આચાર દશા(દશાશ્રુત સ્કંધ) ૬. કર્મ-વિપાક દશા ૭. બંધ દશા ૮. દોગિદ્ધિ દશા ૯. દીર્ઘ દશા ૧૦. સંક્ષેપિક દશા. આમાં ચાર સૂત્ર તો અપ્રસિદ્ધ છે. તથા અંતગડ, અણુતરોપપાતિક અને પ્રશ્નવ્યાકરણ તે ત્રણ સૂત્રના ઉપલબ્ધ અધ્યયનોના સંપૂર્ણપણે અલગ નામ છે, વિપાક સૂત્રના પણ કોઈક નામ અલગ છે અને સંક્ષેપિક દશાના જે દશ અધ્યયન કહેવામાં આવ્યા છે તેને જ નંદી સૂત્રમાં અને વ્યવહાર સૂત્રમાં દશ આગમોના રૂપમાં બતાવવામાં આવ્યા છે. (સંક્ષેપિક દશા એટલે આગમસાર) (૨૯) સારા-સુખકર કર્મોનું ઉપાર્જન દશ પ્રકારે થાય છે– ૧. તપ કરીને તેના બદલામાં ભૌતિક સુખ ન માગવાથી કે નિયાણું નહીં કરવાથી ૨. સમ્યક સમજ-શ્રદ્ધા રાખવાથી ૩. યોગોની શુદ્ધિ તેમજ લઘુતા-ઓછી પ્રવૃત્તિ ૪. સમર્થ હોવા છતાં પણ અપરાધીને ક્ષમા કરવાથી પ. ઇન્દ્રિય વિષયોથી વિરક્તિ ભાવ રાખવાથી ૬. પૂર્ણ સરળતા રાખવાથી ૭. સંયમમાં શિથિલાચાર વૃત્તિ ન કરવાથી અર્થાતુ પાર્શ્વસ્થઆદિ અવસ્થાને ન સ્વીકારવાથી. ૮. શ્રમણ ધર્મની શુદ્ધ આરાધનાથી ૯. જિન પ્રવચનમાં તેમજ જિન શાસન પ્રત્યે અનન્ય ભક્તિ અનુરાગથી ૧૦. જિન શાસનની પ્રભાવના કરવાથી. (૩૦) ત્યાગ કરવા યોગ્ય આકાંક્ષાઓ- ૧. આ લોકનાં સુખની ૨.પરલોકનાં સુખની ૩. ઉભયલોકનાં સુખની. ૪. જીવનની Page #216 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ ૫. મરણની ૬. ભોગની ૭. કામની ૮. લાભની ૯. પૂજાની ૧૦. સત્કાર, સન્માનની, પ્રશંસાની. (૩૧) પુત્ર અનેક પ્રકારના હોય છે જેમકે– ૧. વાસ્તવિક (માતા–પિતા થી ઉત્પન્ન થયેલ) પુત્ર ૨. દત્તક પુત્ર(ગોદ લેવામાં આવેલ પુત્ર) ૩. સ્નેહ થી સંભાળેલ પુત્ર(ઔરસ પુત્ર) ૪. વચન પ્રયોગથી સંબંધિત પુત્ર ૫. અનાથનું પોષણ કરવાથી કહેવાતો પુત્ર ૬/૭. દેવતાના નિમિત્તથી (સહાયથી) ઉત્પન્ન પુત્ર ૮. ધર્મ અંતેવાસી શિષ્યરૂપ પુત્ર ૯. વિદ્યાગુરુનો શિષ્યરૂપ પુત્ર ૧૦. વીરતાના કારણે માનેલ પુત્ર. 216 (૩૨) દુષમકાળની ઉત્કૃષ્ટતા જાણવાના દસ બોલ– ૧. અકાલ વૃષ્ટિ થવી. ૨. સમયે વૃષ્ટિ ન થવી. ૩. અસાધુઓને સન્માન વૃદ્ધિ ૪. સાધુઓને અલ્પ આદર ૫. ગુરુજનો પ્રત્યે લોકોનો અસવ્યવહાર ૬ થી ૧૦ શબ્દાદિ પાંચેય વિષયોમાં અમનોજ્ઞતાની વૃદ્ધિ (સાતમા સ્થાનમાં સાત કહેલ છે.) આથી વિપરીત સંજોગો હોય તો દુસ્લમ કાળની મંદતા જાણવી અર્થાત્ સમયે-સમયે જુદા–જુદા ક્ષેત્રમાં દુષમકાળની ઉત્કટતા કે મંદતા (ઉતાર–ચઢાવ)ના પરિવર્તન થયા કરે છે. (૩૩) ઉત્સર્પિણી કાળમાં ૧૦ કુલકર થયા હતાં અને ૧૦ કુલકર હવેના ઉત્સર્પિણી કાળમાં પણ થશે. જોકે સાતમા સ્થાનમાં સાત કહેવામાં આવેલ છે, તેમ કેમ ? સમાધાન– સાત મુખ્ય અને ત્રણ કુલકર સમકાલીન સમજવા. (૩૪) બાર દેવલોકમાં ૧૦ ઇન્દ્ર છે, અને બધાના સ્વતંત્ર પાલક, પુષ્પક વગે૨ે યાન—વિમાન છે. (૩૫) તેજોલબ્ધિવાળા શ્રમણની કે દેવની આશાતના કરનાર વ્યક્તિ પર જો શ્રમણ કે દેવ કોપાયમાન થાય તો તેઓના શરીરમાંથી તેજ નીકળે છે જેના પરિણામે– ૧. તે વ્યક્તિ ભસ્મ થઈ જાય છે, અથવા ૨. તેના શરીરમાં ફોડલા થઈને ફાટે ત્યારે ભસ્મ થઈ જાય છે અથવા ૩. ફોડલામાંથી ફોડકી નિકળી ફૂટવાથી તે ભસ્મ થઈ જાય છે, ૪. લબ્ધિ સંપન્ન શ્રમણની આશાતના કરનાર કોઈ વ્યક્તિ પોતે જ મુનિ પર તેજો લેશ્યા ફેંકે છે પરંતુ તે લેશ્યા દરેક દિશાએથી નિષ્ફળ બની ફેંકનારના જ શરીરમાં પ્રવેશ કરી તેને જ ભસ્મ કરી દે છે. (૩૬) દશ અચ્છેરા– ૧. તીર્થંકર ઉપર ઉપસર્ગ ૨. તીર્થંકરનું ગર્ભહરણ ૩. સ્ત્રી—તીર્થંકર થવું ૪. પ્રથમ દેશનામાં તીર્થંકરના તીર્થની સ્થાપના ન થવી. પ. કૃષ્ણનું ધાતકી ખંડમાં જવું. ૬. ચંદ્ર—સૂર્યનું વિમાન સહિત પૃથ્વી પર આવવું. ૭. હરિવર્ષ ક્ષેત્રના જુગલિયાનું રાજા બનીને નરકમાં જવું. ૮. ચમરેન્દ્ર દેવનો પ્રથમ દેવલોકમાં જઈ ઉપદ્રવ કરવો. ૯. એક સમયે ૧૦૮ ઉત્કૃષ્ટ અવગાહના વાળા જીવોનું સિદ્ધ થયું. ૧૦. ૯થી ૧૫મા તીર્થંકર ભગવાનના શાસનકાલમાં શ્રૃતધર્મ અને ચારિત્ર ધર્મનો વિચ્છેદ જવો આ દશ અચ્છેરા આ અવસર્પિણી કાળના ત્રીજા—ચોથા આરામાં થયા. જે ઘટનાઓ સામાન્ય રૂપે હંમેશા થતી નથી પરંતુ બહુ જ લાંબા સમયબાદ અથવા બહુ જ ઓછા પ્રમાણમાં બને તે ઘટનાઓ આશ્ચર્યકારક હોવાથી તેને અચ્છેરા એટલે આશ્ચર્ય કહેવામા આવે છે. આવી ઘટનાઓ અનંતકાળે કયારેક કોઈક અવસર્પિણી કાળમાં બને છે. જોકે અચ્છેરાની સંખ્યા અનિશ્ચિત હોય છે, તે દશથી વધુ ઓછા પણ હોઈ શકે છે. તે માટે શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી. (૩૭) દશ નક્ષત્રોના ચંદ્ર સંયોગના સમયે અધ્યયનનો પ્રારંભ કરવો જોઇએ કારણ કે તે નક્ષત્રો જ્ઞાન વૃદ્ધિ કરાવનાર નક્ષત્ર છે– ૧. મૃગશીર્ષ ૨. આર્દ્ર ૩. પુષ્ય ૪. મૂળ પ. અશ્લેષા ૬. હસ્ત ૭. ચિત્રા ૮. પૂર્વા ફાલ્ગુન ૯. પૂર્વાષાઢા ૧૦. પૂર્વા ભાદ્રપદ. આ સિવાય પણ અન્ય અનેક દશની સંખ્યાથી સંબંધિત વિષય આ અધ્યયનમાં કહેવામાં આવેલ છે. જેમ કે લોક સંસ્થિતિ, દેશથી અને સર્વથી ઇન્દ્રિય વિષયક જ્ઞાન, શબ્દોના પ્રકાર, સંયમ–અસંયમ, સંવર–અસંવર, સમાધિ– અસમાધિ, જીવ–અજીવ, પરિણામ(ગતિ વગેરે), સૂક્ષ્મ, નદી, રાજધાનીઓ–રાજા, મન્દર મેરુ, દિશાઓ, લવણ સમુદ્ર, પાતાળ કળશા, દ્વીપ, પર્વત, ક્ષેત્ર, દ્રવ્યાનુયોગના ભેદ, ઉત્પાદ પર્વત, અવગાહના, અનંત, તીર્થંકર, પૂર્વ આલોચના કરનાર વ્યક્તિની યોગ્યતા, શલાકા પુરુષ, ઉપઘાત–વિશોધિ, બળ, સત્ય, મિશ્ર–વચન, દષ્ટિવાદના નામ, દોષ, વિશેષ–દોષ, શુદ્ધ વાચનાનુયોગ, ગતિ, મુંડન, ગણિત, પચ્ચક્ખાણ, સમાચારી, શ્રમણ ભગવાન મહાવીરના દશ સ્વપ્ન તેમજ તેના પરિણામ, સંજ્ઞા, કાલચક્ર, નરક, સ્થિતિ, ધર્મ, સ્થિવર, કેવળીના દશ અનુત્તર, જંબુ સુદર્શન આદિ મહાદ્ગમ, યુગલિક ક્ષેત્રના ૧૦ વૃક્ષ, વક્ષસ્કાર પર્વત, પડિમા, સંસારી જીવ, ઉંમરની દશ દશાઓ, વૃક્ષના વિભાગ, શ્રેણિઓ, વિમાન, કાંડ વિસ્તાર, સમુદ્ર-નદીની ઊંડાઈ, નક્ષત્ર, કુલકોડી, પાપકર્મચય અને પુદ્ગલ. પૂર્વ અધ્યયનોમાં આવેલ અનેક વિષયોમાં થોડી સંખ્યા વૃદ્ધિ કરીને પણ દશની સંખ્યાથી ઘણા વિષયો આ અધ્યયનમાં સમાવિષ્ટ થયા છે. સમવાયાંગ પ્રાકથન : આ ચોથું અંગ સૂત્ર છે. ઠાણાંગ સૂત્રની સમાન આ પણ સંખ્યાબદ્ધ વિષય સંકલન સૂત્ર છે. તેથી આનો પરિચય સ્થાનાંગ સૂત્રની સમાન જ સમજવો જોઇએ. વિશેષતા એ છે કે સ્થાનાંગમાં એક થી દશ સંખ્યા સુધીમાં અનેક વિષયોનો વિશાળ સંગ્રહ છે, પરંતુ આ સૂત્રમાં એક થી ૧૦૦ સંખ્યા સુધી ક્રમબદ્ધ વર્ણન છે. ત્યારપછી અનેક સંખ્યા વૃદ્ધિ કરતાં વર્ણન કરેલ છે. ત્યારપછી બાર અંગ સૂત્રોનું પરિચય વર્ણન છે અને અંતમાં અનેક પ્રકીર્ણક વિષયોની સાથે તીર્થંકર આદિનું વિસ્તૃત પરિચયાત્મક સંકલન છે. સ્થાનાંગના અધ્યયનોનું નામ ‘ઠાણા’(સ્થાન) છે અને સમવાયાંગના વિભાગોનું નામ ‘સમવાય’ છે. સમવાયાંગના આ વિભાગમાં સ્થાનાંગ જેટલું વિશાળ સંકલન નથી. તેનું કારણ એ છે કે સંખ્યા સંબંધી અધિકાંશ વિષયોનું સંકલન ત્રીજા અંગશાસ્ત્ર ઠાણાંગ સૂત્રમાં કરી દેવાયું છે. અલ્પ વિષયોના આ સંકલનમાં કેટલાક વિષય સ્થાનાંગથી વિશેષ પણ છે. છતાં ય અનેક વિષયોનું તેમાં પુનઃ સંકલન થયું છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ jainology | આગમસાર આ પ્રકારે આ સૂત્રમાં પણ સંખ્યાના આલંબનથી સ્થાનાંગની સમાન જ તત્ત્વોનું, આચારોનું, ક્ષેત્ર, ઉંમર, જીવ, અજીવ સંબંધી વર્ણન છે. તેમજ જીવ અને પુદ્ગલના અનેક પરિણામોનું તથા પ્રકીર્ણક વિષયોનું સંકલન પણ છે. અંતમાં સંખ્યાનું આલંબન છોડીને અનેક છૂટક વિષય પણ છે. 217 સમવાય : ૧ (૧) દ્રવ્યાર્થિક સંગ્રહ નયની અપેક્ષા અહીં એક સંખ્યામાં તત્ત્વો કહેલ છે જેમ કે આત્મા-અનાત્મા, દંડ–અદંડ, ક્રિયા–અક્રિયા, પુણ્ય–પાપ, આશ્રવ–સંવર આદિ, પક્ષ-પ્રતિપક્ષના તત્ત્વોને કહેલ છે. (૨) કેટલાક નૈરયિક, ભવનપતિ, વ્યંતર આદિની એક પલ્યોપમ તેમજ એક સાગરોપમની સ્થિતિ કહી છે. (૩) પહેલા—બીજા દેવલોક ગત સાગર—સુસાગર, મનુ–માનુષોત્તર આદિ વિમાનોમાં ઉત્પન્ન થનારા દેવોની એક સાગરોપમની સ્થિતિ હોય છે તેઓ એક પખવાડિયે શ્વાસોશ્વાસ લે છે. (૪) કેટલાક ભવસિદ્ધિક જીવ એક મનુષ્યનો ભવ કરીને મોક્ષ જશે. બીજા પણ યાન–વિમાન, જંબુદ્વીપ, નક્ષત્ર, તારા આદિ(સંબંધી) વિષયોનું એક સંખ્યાને લક્ષ્ય કરીને કથન છે. સમવાય : ૨ (૧) બેની સંખ્યાથી સંબંધિત દંડ, રાશિ, બંધન, નક્ષત્ર, તારા અને સ્થિતિઓ આદિનું વર્ણન છે. (૨) શુભ, શુભકંત સૌધર્માવતંસક આદિ વિશિષ્ટ વિમાનોના દેવોની બે સાગરોપમની સ્થિતિ હોય છે. (૩) કેટલાક ભવસિદ્ધિક બે ભવ કરીને મોક્ષ જશે. સમવાય ઃ ૩ (૧) દંડ, ગર્વ, શલ્ય, ગુપ્તિ, વિરાધનાના ત્રણ–ત્રણ પ્રકાર છે. (૨) નક્ષત્રોના ત્રણ–ત્રણ તારા, ત્રણ પલ્યોપમ અને ત્રણ સાગરોપમની નારકી દેવતાની સ્થિતિ કહેતાં ત્રીજા—ચોથા દેવલોકના વિશિષ્ટ વિમાન– આભંકર, ૫ભંકર, ચંદ્ર, ચંદ્રાવર્ત આદિમાં દેવોની ત્રણ સાગરોપમની સ્થિતિ કહી છે. (૩) કેટલાક ભવસિદ્ધિક જીવ ત્રણ ભવ કરીને સિદ્ધ થશે. સમવાય : ૪ થી ૧૦ (૧) એક યોજનમાં ચાર ગાઉ હોય છે. (૨) કષાય, ધ્યાન, વિકથા આદિ ચાર–ચાર બોલ છે. (૩) નક્ષત્રોના તારા, નારકી દેવતાની પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિઓ, તેટલા જ પખવાડિયે દેવોનો શ્વાસોશ્વાસ, વિશિષ્ટ વિમાનોની સ્થિતિ અને ભવસિદ્ધિકના ભવ વગેરેની ચારથી લઈને દસ સુધીની સંખ્યા કહી છે (૪) મિથ્યાત્વાદિ પાંચ આશ્રવ છે, સમ્યક્ત્વાદિ પાંચ સંવર છે, પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ નિર્જરા સ્થાન છે, પાંચ અસ્તિકાય છે. (૫) ક્રિયા, મહાવ્રત, સમિતિ અને કામગુણ પાંચ-પાંચ છે. (૬) લેશ્યા, કાયા, આત્યંતર-બાહ્ય તપ, છદ્મસ્થિક સમુદ્દાત અને અર્થાવગ્રહ છ–છ છે. (૭) ભય, સમુદ્દાત, જંબૂદ્વીપમાં વર્ષધર પર્વત અને ક્ષેત્ર સાત—સાત છે. (૮) મદ, અષ્ટ પ્રવચનમાતા(સમિતિ—ગુપ્તિ), વ્યંતર દેવોના ચૈત્ય વૃક્ષની અને જંબુદ્રીપની જગતીની ઊંચાઈના યોજન, કેવલી સમુદ્દાતના સમય આદિ આઠ-આઠ છે. (૯) બ્રહ્મચર્યની વાડ, આચારાંગ સૂત્રના અધ્યયન, નક્ષત્ર–યોગ આદિ નવ–નવના કથન છે, જ્યોતિષી તારા વિમાન ઉત્કૃષ્ટ ૯૦૦ યોજન સુધી સમભૂમિથી ઊંચા છે. વ્યંતર દેવોની સુધર્માસભા નવ યોજનની ઊંચી છે. (૧૦) શ્રમણધર્મ— ક્ષમા આદિ, ચિત્ત સમાધિ સ્થાન, જ્ઞાનની વૃદ્ધિ કરનારા નક્ષત્ર, જુગલિક ક્ષેત્રોના વૃક્ષ આદિ દસ–દસ સંખ્યામાં છે. નેમિનાથ ભગવાન, કૃષ્ણ અને બલરામ દસ ધનુષ ઊંચા હતા. સમવાય : ૧૧ થી ૨૦ (૧) શ્રાવક પડિમા અગિયાર છે, ગણધર ઇન્દ્રભૂતિ આદિ અગિયાર છે. મેરુથી જ્યોતિષીનું અંતર ૧૧૨૧ યોજન છે અને લોકાંતથી ૧૧૧૧ યોજનનું અંતર છે. ૧૧ થી ૨૦ પલ્યોપમની સ્થિતિ અને એટલા જ સાગરોપમની સ્થિતિ તથા તેટલા જ પખવાડિયે શ્વાસોશ્વાસ, વિશિષ્ટ વિમાનની સ્થિતિ અને ભવસિદ્ધિકના મોક્ષનું કથન ૧૧ થી ૨૦ સુધીના સમવાયોમાં છે. (૨) ભિક્ષુ પડિમા બાર છે. (૩) સાધુઓના પારસ્પરિક વ્યવહાર(સહભોગ) બાર છે– ૧. ઉપધિ આપવી ૨. શ્રુતજ્ઞાન આપવું ૩. આહાર પાણી સાથે કરવા ૪. હાથ જોડવા ૫. આહાર આદિ આપવા ૬. નિમંત્રણ કરવું ૭. વિનય માટે ઊભા થવું ૮. વિધિથી(આવર્તન સહિત) વંદન કરવા ૯. સેવા કરવી ૧૦. એક સ્થાને, ઉપાશ્રયમાં રહેવું ૧૧. એક આસન– પાટ પર બેસવું ૧૨. એક સાથે વ્યાખ્યાન દેવું. જેની સાથે આ ૧૨ સંભોગ–પારસ્પરિક વ્યવહાર હોય છે તેને સાંભોગિક સાધુ કહેવાય છે. આહાર એક સાથે એક માંડલામાં જેની સાથે ન હોય તેને અસાંભોગિક સાધુ કહેવાય છે. જે સાધુઓની સમાન સમાચારી છે, આદેશ–નિર્દેશ, નેતૃત્વ એક હોય છે તેનો આહાર એક માંડલામાં(એક સાથે) હોય છે. જે સાધુઓની સમાચારી ભિન્ન હોય છે, આદેશ, નિર્દેશ, નેતૃત્વ ભિન્ન હોય છે, તેઓ પરસ્પર અસાંભોગિક અથવા અન્ય સાંભોગિક શ્રમણ કહેવાય છે. તેના આહાર-પાણી ભેગા હોતા નથી તેમજ ભેગા આહાર–પાણી સિવાય અગિયાર વ્યવહાર તે શુદ્ધ આચારવાળા શ્રમણ સમુદાયની સાથે રાખવામાં આવે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 218 અશુદ્ધાચારી—શિથિલાચારી શ્રમણ સમુદાયની સાથે તથા ભિન્ન લિંગી જૈન સાધુઓની સાથે એ અગિયાર વ્યવહારોમાંથી ક્ષેત્ર–કાળને યોગ્ય કોઈપણ સભ્ય વ્યવહાર બહુશ્રુત શ્રમણના કે આચાર્યના નિર્ણયથી તાત્કાલિક અને દીર્ઘકાલિક બંને પ્રકારે રાખી શકાય છે. (૪) કૃતિ કર્મનો અર્થ છે— વિધિપૂર્વક ઉત્કૃષ્ટ વંદન. તેમાં બે વાર ખમાસમણાના પાઠથી વંદન કરવામાં આવે છે. જેમાં ૧૨ આવર્તન હોય છે, ચાર વખત મસ્તક ઝુકાવવું. (ત્રણ–ત્રણ આવર્તન પછી એક વખત) બે વખત નમન (નમસ્કાર). ( અણુજાણહ મે મિ ઉગ્ગર્હ ) ઉચ્ચારણની સાથે, બે વાર પ્રવેશ (બેસવું), એકવાર નીકળવું (ઉભા થવું), ૧ ઉકડૂ આસન, ત્રણ ગુપ્તિથી ગુપ્ત થવું; એ ૨૫ વંદનાના અંગ છે. આ ઉત્કૃષ્ટ વંદના પ્રતિક્રમણના સમયે જ કરવામાં આવે છે. બાકીના સમયમાં ત્રણ આવર્તન યુક્ત વંદન કરવાનું જ વર્ણન આગમોમાં અનેક સ્થળે જોવા મળે છે. તીર્થંકરો તેમજ સાધુઓને પ્રતિક્રમણ સિવાયના સમયોમાં ત્રણ આવર્તન(પ્રદક્ષિણા)થી વંદન કરવા જોઇએ. (૫) કૃષ્ણજીના ભાઈ બલરામજીની ઉંમર ૧૨૦૦ વર્ષની હતી. (૬) નાનામાં નાનો દિવસ અથવા રાત ૧૨ મુહૂર્તની હોય છે અર્થાત્ નવ કલાક, ૩૬ મિનિટ. (ભરતક્ષેત્રના પ્રથમ ખંડના મધ્યકેન્દ્ર સ્થાનની અપેક્ષા આ કાળમાન છે એવું સમજવું. બીજી જગ્યાએ તેનાથી પણ નાનો દિવસ હોવાનો સંભવ છે.) (૭) સર્વાર્થ સિદ્ધ વિમાનથી સિદ્ધ શિલા બાર યોજન ઉ૫૨ છે. તેના ૧૨ નામ છે. (૮) તેર ક્રિયા સ્થાન છે, પ્રથમ દેવલોકમાં તેર પાઘડા(પ્રતર) છે, તિર્યંચમાં ૧૩ યોગ હોય છે. (૯) કુલ કોડી, પૂર્વ, સૂર્ય મંડલ, આદિના ૧૩ની સંખ્યાથી કથન છે. (૧૦) જીવના ૧૪ ભેદ, ૧૪ પૂર્વ, ૧૪ ગુણસ્થાન, ૧૪ ચક્રવર્તીના રત્ન હોય છે. ભગવાન મહાવીરની ૧૪ હજારની સાધુ સંપદા હતી. જંબુદ્વીપમાં ૧૪ મોટી નદીઓ છે. જે લવણ સમુદ્રમાં મળે છે. (૧૧) પરમાધામી દેવની ૧૫ જાતિ છે. ધ્રુવ રાહુ હંમેશાં ચંદ્રની સાથે રહે છે. મનુષ્યોને ૧૫ યોગ હોય છે. નક્ષત્ર યોગ, દિવસ–માન, પૂર્વવસ્તુ સંખ્યા આદિ ૧૫-૧૫ની સંખ્યામાં કથન છે. (૧૨) સોળ કષાય છે. સૂત્રકૃતાંગના ૧૬ અધ્યયન છે. મેરુ પર્વતના ૧૬ નામ છે. પાર્શ્વનાથ ભગવાનની ૧૬ હજાર સાધુ સંપદા હતી. લવણ સમુદ્રનું પાણી સમભૂમિથી ૧૬ હજાર યોજન ઊંચું છે. (૧૩) સત્તર પ્રકારનો સંયમ અને અસંયમ છે. લવણ સમુદ્રને પાર કરનારા જંઘાચારણ આદિને ૧૭ હજાર યોજન ઉપર ઉડવું પડે છે. (૧૪) પર્વતોની ઊંચાઈ, ઉત્પાત પર્વત, તિગિચ્છકૂટ, કર્મપ્રકૃતિ બંધ આદિ ૧૭ની સંખ્યાથી વર્ણિત છે. (૧૫) સત્તર પ્રકારના કુલ મરણ કહ્યા છે– ૧. આવીચિ મરણ(સમયે-સમયે મરણ) ૨. અવિધ મરણ ૩. આત્યંતિક મરણ(ફરી તે સ્થાનમાં ઉત્પન્ન ન થવું) ૪. ગળું મરડી ,દબાવીને મરવું ૫. દુઃખથી હાય–વોય કરતા મરવું અથવા વિયોગ સંયોગના નિમિત્તે છાતી, માથું કૂટીને મરવું ૬. તીર, ભાલા વગેરે થી મરવું ૭. કાશી કરવત લેવી ૮. બાળમરણ ૯. પંડિત મરણ ૧૦, બાલપંડિત મરણ ૧૧. છદ્મસ્થ મરણ ૧૨. કેવળી મરણ ૧૩. ફાંસીએ લટકીને મરવું ૧૪. ગીધ આદિથી ખવાઈને મરવું ૧૫. ભક્ત પ્રત્યાખ્યાન અનશન ૧૬. ઈંગિત મરણ અનશન ૧૭. પાદોપગમન અનશન. (૧૬) ૧૮ પ્રકારના બ્રહ્મચર્ય(દેવસંબંધી અને મનુષ્ય સંબંધી) છે. ૧૮ સંયમ સ્થાન છે. ૧૮ લિપિઓ છે. મોટામાં મોટા દિવસ–રાત ૧૮ મુહૂર્તના હોય છે(મધ્ય ભરતક્ષેત્રના કેન્દ્રસ્થાનની અપેક્ષાએ). પૂર્વ વસ્તુ, સૂત્રપદ, નરક પૃથ્વીપિંડ આદિ ૧૮ સંખ્યાથી કહેલા છે. (૧૭) જ્ઞાતાસૂત્રના ૧૯ અધ્યયન છે. સૂર્ય ઉત્કૃષ્ટ ૧૯ સો યોજન ઉપર–નીચે તપે છે. ૧૯ તીર્થંકરોએ રાજ્ય ભોગવ્યા બાદ દીક્ષા લીધી હતી. (૧૮) વીસ સંયમના અસમાધિસ્થાન છે અર્થાત્ સામાન્ય દોષ છે. ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમનું કાળ—ચક્ર થાય છે. બધી નરક પૃથ્વીપિંડની નીચે ઘનોદધિ ૨૦ હજાર યોજનનો છે. સમવાય : ૨૧ થી ૩૩ (૧) સંયમના એકવીસ સબળ દોષ છે અર્થાત્ પ્રબળ દોષ છે, તેનાથી સંયમની વધારેમાં વધારે વિરાધના થાય છે. (૨) ચારિત્ર મોહનીયની ૨૧ કર્મ પ્રકૃતિ છે. (૩) ઉત્સર્પિણી કાળનો પહેલો, બીજો આરો અને અવસર્પિણી કાળનો પાંચમો, છઠ્ઠો આરો ૨૧ હજાર વર્ષનો હોય છે. (૪) એકવીસથી તેત્રીસ પલ્યોપમ, સાગરોપમની નારક, દેવોની સ્થિતિ, તેટલા જ પખવાડિયે દેવોનો શ્વાસોશ્વાસ, ૨૧ સાગરોપમથી ૩૩ સાગરોપમ સુધીની સ્થિતિના વિશિષ્ટ વિમાન તેમજ ૨૧ થી ૩૩ ભવ કરીને મોક્ષે જનારાઓનું વર્ણન આ સમવાયોમાં છે. (૫) બાવીસ પરીષહ છે. બાવીસ પુદ્ગલ પરિણામ છે, જેમાં ૨૦ વર્ષાદિ, ૨૧મો અગુરુ—લઘુ સ્પર્શ, ૨૨મો ગુરુ—લઘુ સ્પર્શ. (૬) સૂત્રકૃતાંગના બંને શ્રુતસ્કંધના ૨૩ અધ્યયન છે. ત્રેવીસ તીર્થંકરોને પૂર્વાન્સમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. ત્રેવીશ તીર્થંકર પૂર્વભવમાં અગિયાર અંગના જ્ઞાતા હતા, ઋષભદેવ સ્વામી ચૌદપૂર્વી હતા. ત્રેવીશ તીર્થંકર પૂર્વભવમાં માંડલિક રાજા હતા, પ્રથમ તીર્થંકર પૂર્વભવમાં ચક્રવર્તી હતા.(૭) ૨૪ તીર્થંકર છે. ૨૪ દેવો છે. જેમાં ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી, ૧ વૈમાનિક. (૮) સૂર્ય પ્રથમ મંડલમાં હોય છે ત્યારે ૨૪ અંગુલની પોરિષી છાયા હોય છે. (૯) ક્ષેત્ર, પર્વતની જીવા, નદી પ્રવાહ અને વિસ્તાર ૨૪ની સંખ્યાથી કહેવાયા છે.(૧૦) પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ છે. Page #219 -------------------------------------------------------------------------- ________________ 219 jainology આગમસાર (૧૧) આચારાંગ સૂત્રના કુલ ૨૫ અધ્યયન છે. નિશીથસૂત્ર આચારાંગની ચૂલિકા રૂપ અધ્યયન છે. તેને જોડીને આચારાંગના ૨૫ અધ્યયન કહ્યા છે. (અર્થાત્ “વિમુક્તિ” અધ્યયન ગણવામાં આવતું નથી, આથી આ નિશીથ સૂત્રને અલગ ર્યા પછી અધ્યયન સંખ્યા પૂર્તિને માટે જોડવામાં આવેલ હોવાની સંભાવના છે.)(૧૨) ત્રણ છેદ સૂત્ર(દશા–કલ્પ–વ્યવહાર)ના ૨૬(૧૦+૪+૧૦) ઉદ્દેશક છે (૧૩) સાધુના ૨૭ ગુણ કહ્યા છે. નક્ષત્ર માસ ૨૭ દિવસનો હોય છે.(૧૪) પ્રાયશ્ચિત્ત આરોપણા રૂપ આચાર પ્રકલ્પ ૨૮ છે. (૧૫) મતિજ્ઞાનના અવગ્રહાદિ ૨૮ ભેદ છે, મોહનીય કર્મના ૨૮ ભેદ છે. (૧૬) ૨૯ પાપ સૂત્ર છે. આષાડ આદિ મહિના ૨૯ દિવસના હોય છે. (૧૭) ત્રીસ મોહનીય(મહામોહનીય) કર્મબંધના સ્થાન છે. (૧૮) એક દિવસના ૩૦ મુહૂર્ત હોય છે, તેના અલગ-અલગ નામ છે. (૧૯) ત્રેવીસમા, ચોવીસમા તીર્થકર ૩૦ વર્ષ ગૃહવાસમાં રહ્યા હતા. (૨૦) સિદ્ધોના ૩૧ ગુણ છે. (૨૧) અંતિમ મંડલમાં સૂર્યનો ચક્ષુસ્પર્શ ૩૧૮૩૧.૫ યોજન હોય છે. (૨૨) ૩ર યોગ સંગ્રહ છે તેનું આચરણ કરવાથી સંયમની આરાધના સારી રીતે સંપન્ન થાય છે. (૨૩) બત્રીસ પ્રકારના નાટક કહ્યા છે. રેવતી નક્ષત્રના ૩ર તારા છે. (૨૪) ગુરુની ૩૩ પ્રકારે આશાતના થાય છે. (૨૫) ચમરચંચા રાજધાનીના એક દ્વારની દ્વાર શાખા પર ૩૩-૩૩ ભવન છે. તે સિવાય વિમાનાવાસ,નરકાવાસનો વિસ્તાર,કર્મ પ્રકૃતિના ભેદ અથવા બંધ,તીર્થકર વગેરેની અવગાહના આદિ, પૂર્વોની વસ્તુ સંખ્યા આદિ વિષય પણ યથા સ્થાન આ સમવાયોમાં છે સમવાયઃ ૩૪ થી ૭૦ (૧) તીર્થકરના ચોત્રીસ અતિશય :- ૧. કેશ, મૂછ, રોમ, નખનું મર્યાદામાં વધવું, પછી ન વધવું ૨. રોગ રહિત શરીર તેમજ નિરુપલેપ નિર્મળ શરીર ૩.રક્ત માંસ સફેદ ૪. શ્વાસોશ્વાસ સુગંધી ૫. આહાર-વિહાર અદશ્ય, પ્રછન્ન ૬. ચક્ર ૭. છત્ર ૮. ચામર ૯. સિંહાસન ૧૦. ધર્મધ્વજ ૧૧. અશોકવૃક્ષ ૧૨. ભામંડલ ૧૩. વિહારમાં સમભૂમિ ૧૪. કાંટાનું અધોમુખ થવું ૧૫. ઋતુ પ્રકૃતિનું શરીરને અનુકૂળ થવું ૧૬. એક યોજન ભૂમિ પ્રમાર્જન ૧૭. જલસિંચન ૧૮. પુષ્પોપચાર ૧૯. અમનોજ્ઞ શબ્દાદિનો અપહાર ૨૦. મનોજ્ઞનો પ્રાદુર્ભાવ ૨૧. યોજનગામી સ્વર રર. એક ભાષામાં ધર્મોપદેશ ૨૩. જીવોનું પોત પોતાની ભાષામાં પરિણમન ૨૪. સમવસરણમાં દેવ, મનુષ્ય, જનાવર બધા વેર ભૂલીને ધર્મશ્રવણ કરે ૨૫. અન્ય તીર્થિકો દ્વારા વંદન ૨૬. નિરુત્તર થવું ૨૭. ૨૫ યોજન સુધી ઉપદ્રવ શાંતિ ૨૮. મારી-મરકી આદિ બિમારી ન હોય ૨૯. સ્વચક્રના ભયનો અભાવ ૩૦. પરચક્રના ભયનો અભાવ ૩૧. અતિવૃષ્ટિ ન હોય ૩૨. અનાવૃષ્ટિ ન હોય ૩૩. દુર્ભિક્ષ, દુષ્કાળ ન હોય ૩૪. પહેલાં ઉત્પન્ન થયેલા વ્યાધિ, ઉપદ્રવની શાંતિ. (૨) જંબૂદ્વીપમાં ચક્રવર્તી, વિજય, વૈતાઢય પર્વત, ઉત્કૃષ્ટ તીર્થકર ૩૪-૩૪ હોય છે. અમરેન્દ્રના ચોત્રીસ લાખ ભવનાવાસ છે. (૩) તીર્થકરના પાંત્રીસ સત્ય વચનાતિશય હોય છે. જેમ કે- ૧ થી ૭ શબ્દ સૌંદર્યના અતિશય છે ૮. મહાન અર્થવાળા વચન ૯. પૂર્વાપર અવિરોધી ૧૦. શિષ્ટ વચન ૧૧. અસંદિગ્ધ ૧૨. દૂષણ નિવારક ૧૩. હૃદયગ્રાહી ૧૪. અવસરોચિત્ત ૧૫. વિવક્ષિત તત્ત્વના અનરૂ૫ ૧૬. નિરર્થક વિસ્તાર રહિત ૧૭. પરસ્પર અપેક્ષિત વાક્ય ૧૮. શાલીનતા સૂચક ૧૯. મિષ્ટ વચન ૨૦. મર્મ રહિત ૨૧, અર્થ, ધર્મને અનુકુળ ૨૨. ઉદારતા યુક્ત ૨૩. પરનિંદા, સ્વપ્રશંસા રહિત ૨૪. પ્રશંસનીય વચન ૨૫. વ્યાકરણ દોષોથી. રહિત ૨૬. કસ્તૂહલ યુક્ત આકર્ષણવાળા ૨૭. અદૂભત વચન ૨૮. ધારા પ્રવાહી ૨૯. મનના વિક્ષેપ, રોષ, ભય આદિથી રહિત ૩૦. અનેક પ્રકારે કથન કરનાર ૩૧. વિશેષ વચન ૩૨. સાકાર ૩૩. સાહસ પૂર્ણ ૩૪, ખેદ રહિત ૩૫. વિવક્ષિત-કહેવા ધારેલ અર્થની સિદ્ધિ કરનાર વચન.(૪) કુંથુનાથ તીર્થકર, દત્ત વાસુદેવ, નંદન બળદેવ ૩૫ ધનુષ ઊંચા હતા. (૫) ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયન છે. ભગવાન મહાવીરનાં ૩૬ હજાર સાધ્વીઓ હતાં. (૬) કુંથુનાથ ભગવાનના ૩૭ ગણ અને ૩૭ ગણધર હતા.(૭) પાર્શ્વનાથ ભગવાનનાં ૩૮ હજાર સાધ્વીઓ હતાં. (૮) સુલ્લિકા વિમાન પ્રવિભક્તિ સૂત્રમાં દ્વિતીય વર્ગના ૩૮ ઉદ્દેશક છે. (૯) તીર્થકર સંબંધી કથન, પર્વત, પોરિસી છાયા, ભવનાવાસ, નરકાવાસ, પર્વતોનો વિસ્તાર વગેરે વર્ણન આ સમવાયોમાં છે. (૧૦) નામ કર્મની ૪૨ પ્રકૃતિઓ છે. કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય, ૪૨ ચંદ્ર છે. (૧૧) મહતુ વિમાન પ્રવિભક્તિ સૂત્રના પ્રથમ વર્ગના ૪૧, દ્વિતીય વર્ગના ૪૨, ત્રીજા વર્ગના ૪૩, ચોથા વર્ગના ૪૪, પાંચમા વર્ગના ૪૫ ઉદ્દેશક છે. (૧૨) ઋષિભાષિત સૂત્રના ૪૪ અધ્યયન છે.(૧૩) બ્રાહ્મી લિપિના ૪૬ માતૃકા પદ મૂળાક્ષર છે. (૧૪) ચક્રવર્તીના ૪૮ હજાર પાટણ હોય છે.(૧૫) પંદરમા તીર્થંકરના ૪૮ ગણધર હતા. (૧૬) કેટલાક ક્ષેત્ર કાળમાં યુગલિક ૪૯ દિવસમાં યૌવન પ્રાપ્ત કરે છે. તેઈદ્રિયની ઉત્કૃષ્ટ ઉમર ૪૯ દિવસની હોય છે. તિમિસ્રા ગુફા અને વૈતાઢય પર્વત પચાસ યોજનાના છે. ગોધૂભ આવાસ પર્વતનું અંતર અહીં ૪૨ થી પર, ૫૭, ૫૮ સમવાયોમાં કહેલ છે. (૧૭) આચારાંગસૂત્રના ૯ અધ્યયનોના ૫૧ ઉદ્દેશક છે.(૧૮) મોહનીય કર્મના બાવન નામ છે. (૧૯) ભગવાન મહાવીરના ૫૩ સાધુ એક વર્ષની દીક્ષા પાળીને પાંચ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. (૨૦) ઉત્તમ પુરુષ ચોપન હોય છે. (૨૪+૧૨+૯+૯) ઊ ૫૪. (૨૧) એક દિવસ એક આસન પર જ શ્રમણ ભગવાન મહાવીરે પ૪ વાર (વાગરણા)-ઉપદેશ આપ્યો. (૨૨) શ્રમણ ભગવાન મહાવીરે અંતિમ દિવસે પ૫ દુઃખ વિપાકની અને પ૫ સુખ વિપાકની ધર્મકથાઓ કહી અને મોક્ષ પધાર્યા. (૨૩) અમુક ક્ષેત્ર કાળમાં ત્રેસઠ દિવસે યુગલિક મનુષ્ય યૌવન પ્રાપ્ત કરી લે છે. (ર૪) નિષધ પર્વત પર ૬૩ સૂર્યોદય થાય છે. (૨૫) દધિમુખ પર્વત ૬૪ હજાર યોજનાના લાંબા, પહોળા અને ઊંચા છે. (૨૬) ચક્રવર્તીનો હાર ૬૪ સર વાળો હોય છે. (૨૭) પાર્શ્વનાથ તીર્થકરની દીક્ષા પર્યાય સિત્તેર વર્ષની હતી. Page #220 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 220 સમવાય : ૭૧ થી ૧૦૦ (૧) વીર્ય પ્રવાદ પૂર્વના ૭૧ પાહુડ–અધ્યાય છે. (૨) પુરુષની ૭૨ કળા :- - (૧) લેખન કળા (૨) ગણિત (૩) ચિત્રકળા (૪) નૃત્ય (૫) ગીત (૬) વાઘ (૭) સ્વર–રાગ (૮) મૃદંગ જ્ઞાન (૯) સમતાલ વગાડવું (૧૦) દ્યૂત કળા (૧૧) લોકવાયકા (૧૨) શીઘ્ર કવિત્વ (૧૩) શેતરંજ (૧૪) જળ શોધન (૧૫) અન્ન સંસ્કાર (૧૬) જળ સંસ્કાર (૧૭–૧૮) ગૃહશય્યા નિર્માણ (૧૮) આર્યા છંદ બનાવવો (૨૦) સમસ્યા કોયડો (૨૧) માગધિકા છંદ (૨૨) ગાથા (૨૩) શ્લોક (૨૪) સુગંધિત કરવાની કળા (૨૫) મીણ પ્રયોગ કળા (૨૬) અલંકાર બનાવવા પહેરવાની કળા (૨૭) તરુણી પ્રસાધન કળા અથવા ખુશ કરવાની કળા (૨૮) સ્ત્રી લક્ષણ (૨૯–૪૧) પુરુષ, ઘોડા, હાથી, બળદ, કુકડા, ઘેટાંના લક્ષણ તથા ચક્ર, છત્ર, દંડ, તલવાર, મણિ, કાણિ ચર્મ(રત્નો)ના લક્ષણ (૪૨૧૪૫) ચંદ્ર, સૂર્ય, રાહુ, ગ્રહનું વિજ્ઞાન (૪૬) સૌભાગ્ય (૪૭) દુર્ભાગ્ય જાણવાનું જ્ઞાન (૪૮) રોહિણી પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યા (૪૯) મંત્ર વિજ્ઞાન (૫૦) ગુપ્ત રહસ્યો જાણવાની કળા (૫૧) પ્રત્યેક વસ્તુઓને પ્રત્યક્ષ જાણવાની કળા (૫૨) જ્યોતિષ ચક્રગતિ (૫૩) ચિકિત્સા વિજ્ઞાન (૫૪) વ્યૂહ રચનાની કળા (૫૫) પ્રતિ વ્યૂહ (૫૬) સૈન્ય માપ (૫૭) નગરમાપ (૫૮) મકાન માપ (૫૯–૬૧) સેના, નગર, મકાન બનાવવાની કળા (૬૨) દિવ્યાસ્ત્ર જ્ઞાન (૬૩) ખડગ શાસ્ત્ર (૬૪) અશ્વશિક્ષા (૬૫) હસ્તિ શિક્ષા (૬૬) ધનુર્વેદ (૬૭) ચાંદી–સુવર્ણ, મણિ—ધાતુની સિદ્ધિની કળા (૬૮) બાહુ, દંડ, મુષ્ઠિ, અસ્થિ આદિ યુદ્ધ કળા (૬૯) ક્રીડા, પાસા, નાલિકા ખેલ (૭૦) પત્ર-છેદ કળા (૭૧) ધાતુના આકાર બનાવવાની કળા અને ફરી મૌલિક રૂપમાં લાવવું (૭૨) શકુન શાસ્ત્ર. જ્ઞાતાસૂત્ર, ઉવવાઈ સૂત્ર, રાજપ્રશ્નીય સૂત્ર, જંબૂદ્બીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર આદિ આગમોમાં પણ આ ૭૨ કળાઓ છે. ક્યાંય–ક્યાંય નામ અને ક્રમમાં ભિન્નતા છે. (૩) એક મુહૂર્તમાં ૭૭ લવ હોય છે. અંગ વંશમાં ૭૭ રાજા ક્રમશઃ દીક્ષિત થયા. (૪) ભગવતી સૂત્રના પાછળના છ શતકોમાં(૩૫ થી ૪૦) ૮૧ મહાયુગ્મ કહ્યા છે. એકેન્દ્રિયના ૧૨, બેઇન્દ્રિયના ૧૨, તેઇન્દ્રિયના ૧૨, ચૌરેન્દ્રિયના ૧૨, અસંશી પંચેન્દ્રિયના ૧૨, સંશી પંચેન્દ્રિયના ૨૧. (૫) ૮૨ દિવસ પસાર થવા પર ભગવાન મહાવીરના ગર્ભનું સંહરણ થયું. (૬) ભરત ચક્રવર્તી ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહીને કેવળી થયા. (૭) ભરત, બાહુબલી, બ્રાહ્મી, સુંદરી તેમજ ઋષભદેવ ભગવાનની ઉંમર ૮૪ લાખ પૂર્વની હતી. (૮) બધા બાહ્ય મેરુ અને બધા અંજન પર્વત ચોરાસી હજાર યોજન ઊંચા છે. (૯) ઋષભદેવ ભગવાનના ચોરાસી હજાર પ્રકીર્ણ હતા. ચોરાસી ગણધર અને ચોરાસી ગણ હતા. ચોરાસી હજારની શ્રમણ સંપદા હતી.(૧૦) ચોરાસી લાખ જીવાયોનિ છે.(૧૧) ચાર મેરુ અને રુચક મંડલિક પર્વત પંચાસી હજાર યોજન સર્વાગ્રવાળા છે. (૧૨) ૯૧ વિનય વૈયાવૃત્યના વિકલ્પ છે. બાણુ કુલ પ્રતિમાઓ છે. (૧૩) ૯૩મા મંડળમાં સૂર્યના આવવા પર સમાન દિવસ વિષમ થવા લાગે છે.(૧૪) ચક્રવર્તીના રાજ્યમાં ૯૬ કરોડ ગામ હોય છે (૧૫) દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ, મૂસલ, ૯૬–૯૬ અંગુલના હોય છે.(૧૬) શતભિષક નક્ષત્રના સો તારા છે. (૧૭) પાર્શ્વનાથ ભગવાન અને આર્ય સુધર્માની ઉમર ૧૦૦ વર્ષની હતી.(૧૮) બધા કાંચનક પર્વત ૧૦૦ યોજન ઊંચા છે. પ્રકીર્ણક સમવાય (૧) અસુરકુમારોના પ્રાસાદ ૨૫૦ યોજનના ઊંચા છે.(૨) વૈમાનિક દેવોના વિમાનોના કોટ ત્રણસો યોજનના ઊંચા છે. (૩) બધા વર્ષધર પર્વતોના ફૂટ ૫૦૦ યોજનના ઊંચા છે. હરિ હરિસ્સહ બે ફૂટ સિવાય વક્ષસ્કાર પર્વતોના ફૂટ પણ ૫૦૦ યોજનના ઊંચા છે.(૪) બલકૂટ સિવાય નંદનવનના બધા કૂટ ૫૦૦ યોજનના ઊંચા છે.(૫) કુલકર અભિચંદ્ર ૬૦૦ ધનુષ્યના ઊંચા હતા. (૬) ભગવાન મહાવીરના ૭૦૦ શિષ્ય કેવળી થયા હતા. (૭) ૮૦૦ યોજનનો વ્યંતરોનો ભૂમિ વિહાર છે. વિમલ વાહન ૯૦૦ ધનુષ્યના ઊંચા હતા. (૮) હરિ, હરિસ્સહ અને બલ આ ત્રણ ફૂટ, બધા વૃત વૈતાઢય, જમક પર્વત, ચિત્ર-વિચિત્ર કૂટ એક હજાર યોજનના ઊંચા છે. (૯) અરિષ્ટનેમિ ૧૦૦૦ વર્ષની ઉંમરે મોક્ષ ગયા. (૧૦)શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોટ્ટીલના ભવમાં એક કરોડ વર્ષ સંયમનું પાલન કર્યું હતું. બાર અંગ સૂત્રોનો પરિચય આચારાંગઃ (૧) આ સૂત્રમાં શ્રમણ નિગ્રંથનો આચાર–ગોચર, વિનય–વ્યવહાર, બેસવું, ચાલવું, ઉભા રહેવું, બોલવું આદિ પ્રવર્તન, સમિતિ–ગુપ્તિ, શય્યા, ઉપધિ, આહાર-પાણીની ગવેષણા, ઉદ્ગમ આદિ દોષોની શુદ્ધિ અશુદ્ધિ, વ્રત–નિયમ, તપ-ઉપધાનનું વર્ણન છે. (૨) તે સાધ્વાચાર પાંચ પ્રકારના છે– ૧. જ્ઞાનાચાર- શ્રુતજ્ઞાનના અધ્યયનનો વ્યવહાર ૨. દર્શનાચાર– સમ્યક્ત્વીનો વ્યવહાર–દૃષ્ટિકોણ ૩. ચારિત્રાચાર– સમિતિ–ગુપ્તિરૂપ વ્યવહાર ૪. તપાચાર– બાર પ્રકારના તપનું અનુષ્ઠાન ૫. વીર્યાચાર– જ્ઞાનની પ્રાપ્તિમાં શક્તિનું અગોપન અથવા શક્તિ અનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપમાં પુરુષાર્થ–પ્રયત્ન વૃદ્ધિ. (૩) પ્રથમ અંગસૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, પચ્ચીસ(૯ + ૧૬) અધ્યયન છે, પંચાસી (૮૫) ઉદ્દેશનકાલ એટલે પાઠ દેવાના વિભાગ છે, પંચાસી સમુદ્દેશન કાળ(તેને જ સાંભળીને શુદ્ધ કંઠસ્થ કરાવવું), અઢાર હજાર પદ(શબ્દ) છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ jainology 221 આગમસાર (૪) [૧. આ સૂત્રમાં પરિમિત (નિયત) વાચનાઓ (અર્થ સમજાવવાને માટે વિભાગ) છે. સંખ્યાતા વ્યાખ્યા પદ્ધતિઓ છે, સંખ્યાતા મત મતાંતર છે, સંખ્યાતા વેષ્ટક અતિદેશ(ભલામણના પાઠ) છે. સંખ્યાતા શ્લોક (પરિમાણ) છે તેમજ ગુરુ પરંપરાથી પ્રાપ્ત વ્યાખ્યાઓ પણ સંખ્યાતા છે. ૨. સંખ્યાતા અક્ષર, અનંત અર્થ, અનંત પર્યાય, અસંખ્ય ત્રસ તેમજ અનંત સ્થાવરના સંરક્ષક જિનપ્રરૂપિત ભાવોનું સામાન્ય કથન, વિશેષ કથન, ભેદ-પ્રભેદ યુક્ત કથન, હેતુ દષ્ટાંત યુક્ત કથન ક્યું છે તેમજ સ્પષ્ટ સમજાવ્યું છે. ૩. આવા સૂત્રનું અધ્યયન કરવાવાળા "આત્મા જ થઈ જાય છે. અર્થાત્ આચારમય બની જાય છે જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે. આ પ્રકારે આ સૂત્રમાં ચરણ(પાંચ મહાવ્રત, દશ યતિધર્મ, સત્તર સંયમ) કરણ(સમિતિ, ગુપ્તિ, ત૫)નું તેમજ તેની સમ્યક આરાધનાનું વર્ણન છે.] નોધઃ- ક્રમ નં. ૪નો સર્વ અંશ બધા અંગ સૂત્રોની સાથે સમજી લેવો. સૂત્રકૃતાંગ : (૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય જીવાજીવ, લોકાલોકનું સૂચન છે. જીવાદિ નવ તત્ત્વોની, ૩૬૩ અન્ય દષ્ટિઓની સંક્ષેપમાં સૂચના કરી છે. સ્વસમય (જિનમત)ની સ્થાપના કરી છે. (૨) અનેક દષ્ટાંત આદિ દ્વારા કુસિદ્ધાંતોની નિસ્સારતાનું સમ્યક રીતે પ્રદર્શન કરવામાં આવ્યું છે. (૩) આ વર્ણન મોક્ષ પથના અવતારક, ઉદાર, અજ્ઞાન અંધકારને દૂર કરનાર તથા સિદ્ધિરૂપ ઉત્તમ પ્રાસાદને માટે સોપાન તુલ્ય છે. (૪) આ બીજું અંગ સૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, ત્રેવીસ(૧૬+ ૭) અધ્યયન છે. તેત્રીસ ઉદ્દેશન કાલ, તેત્રીસ સમુદેશન કાલ છે અને ૩૬ હજાર પદ . નોધ:- બાકીનું વર્ણન આચારાંગ સૂત્રના ક્રમ નં ૪ની સમાન છે. ઠાણાંગ : (૧) આ સૂત્રમાં સ્વસમય–પરસમય, જીવાજીવ, લોકાલોકનું વર્ણન છે. દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાલ અને પર્યાયોનું વર્ણન છે. (૨) પર્વત, નાની-મોટી નદીઓ, સમુદ્ર, સૂર્ય, ભવન, વિમાન, નિધિ, પુરુષોના પ્રકાર, સ્વર, ગોત્ર, જ્યોતિષ ચક્રનું સંચરણ ઈત્યાદિ વિષયોનું પણ વર્ણન છે. (૩) આ સૂત્રમાં એક થી લઈને દસ સુધીની સંખ્યાના જીવ, પુગલ આદિ લોકગત પદાર્થો વગેરેની પ્રરૂપણા કરી છે. (૪) આ ત્રીજું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, એકવીસ ઉદ્દેશન, એકવીસ સમુદેશન કાળ છે, ૭૨ હજાર પદ . નોધ:- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. સમવાયાંગ : (૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય, જીવાજીવ, લોકાલોકનું સૂચન છે. એકથી લઈને ક્રમથી સો સુધીની સંખ્યાના આલંબને અનેક તત્ત્વોનું કથન છે. (૨) ત્યાર પછી ક્રમ વગર કરોડની સંખ્યા સુધીના વિષયોનું વર્ણન છે. પછી દ્વાદશાંગીનો સાર ગર્ભિત વિષય પરિચય આપવામાં આવેલ છે. (૩) ચાર ગતિના જીવોનો આહાર, ઉચ્છવાસ, વેશ્યા, આવાસોની સંખ્યા, લંબાઈ-પહોળાઈ, ઉત્પત્તિ, ચ્યવન, અવગાહના, અવધિજ્ઞાન, વેદના, ભેદ, ઉપયોગ, યોગ, ઇન્દ્રિય અને કષાયનું વર્ણન છે. વિવિધ પ્રકારની જીવાયોનિ, પર્વતોનો વિસ્તાર આદિ, કુલકર, તીર્થકર, ગણધર, વાસુદેવ, બળદેવ, ચક્રવર્તીનું વર્ણન છે. બીજા પણ અનેક એવા વિષયોનું વર્ણન છે. (૪) આ ચોથું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, એક અધ્યયન છે, એક ઉદ્દેશન સમુદેશન કાળ છે અને એક લાખ ગુમાલીસ હજાર પદ છે. નોધઃ- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. ભગવતી : (૧) આ સૂત્રમાં સ્વસમય-પરસમય, લોકાલોકનું વ્યાખ્યાન છે. તેનું આગમિક નામ “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ" છે. (૨) આ સૂત્રમાં દેવ, નરેન્દ્ર, ગણધર અને રાજર્ષિ આદિ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના મહાવીર ભગવાન દ્વારા આપેલા ઉત્તરોનું પ્રતિપાદન કર્યું છે. આ પ્રશ્નો તેમજ સમાધાન ભવ્યજનોના હૃદયને આનંદિત કરવાવાળા છે, અંધકારનો નાશ કરવાવાળા છે, દીપની સમાન પ્રકાશક છે તેમજ અર્થ–બોધરૂપ ગુણની પ્રાપ્તિ કરાવવાને માટે સિદ્ધ હસ્ત છે. (૩) આ પાંચમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, સો થી વધારે અધ્યયન છે. (૪૧ શતક છે) દસ હજાર ઉદ્દેશક સમુદેશક છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. ચોરાસી હજાર પદ . જ્ઞાતા ધર્મકથા : (૧) આ સૂત્રમાં પ્રથમ વિભાગમાં ઓગણીસ દષ્ટાંત છે. જેમાં કેટલીક ઘટનાઓ છે, કેટલાક ઉપમારૂપ છે અને કેટલાક કાલ્પનિક રૂપક છે. બીજા વિભાગમાં દસ અધ્યયન ધર્મકથા યુક્ત છે. (૨) આ સૂત્રમાં નગર, ઉદ્યાન, દેવાલય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ ધર્માચાર્ય, ધર્મકથા, ઋદ્ધિ, ભોગ, તેનો ત્યાગ, દીક્ષા ગ્રહણ, શ્રતગ્રહણ, શ્રુતના તપ તેમજ અન્ય તપસ્યાઓ, દીક્ષાપર્યાય, સંલેખના, આજીવન અનશન, દેવલોક- ગમન, પુનરાગમન, બોધિલાભ તેમજ મુક્તિ આદિ વિષયોનું કથન છે. (૩) ધર્મને પ્રાપ્ત કરીને તેનાથી ટ્યુત થવાવાળાનું તેમજ તે ધર્મની વિરાધના કરવાવાળાના સંસાર ભ્રમણના દુઃખનું આખ્યાન ક્યું છે. તેનાથી વિપરીત ધીર વીર, કષાયો અને પરીષહો પર વિજય પ્રાપ્ત કરવાવાળા સંયમમાં ઉત્સાહી આરાધક જીવોના સંસાર સુખ તેમજ મોક્ષ પ્રાપ્તિનું પ્રરૂપણ કર્યું છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 222 (૪) આ સૂત્રમાં સંયમ માર્ગથી વિચલિત અથવા અપરિપક્વ મુનિઓમાં શૈર્ય ઉત્પન્ન કરવાવાળા, બોધ અને અનુશાસન ભરનારા તથા ગુણ અને દોષનું સંદર્શન દેવાવાળા દષ્ટાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. (૫) આ છઠું અંગસૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, ૨૯(૧૯+૧૦) અધ્યયન છે, બીજા શ્રુતસ્કંધમાં દશ કથાઓના વર્ગ છે. તેમાં સાડા ત્રણ કરોડ કથાઓ સમાવિષ્ટ છે. ઓગણત્રીસ ઉદ્દેશન કાલ છે. નોધ:- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. ઉપાસક દશા : (૧) આ સૂત્રમાં દસ શ્રાવકોનું વર્ણન છે. તેમાં તે શ્રાવકોના નગર, ઉદ્યાન, દેવાલય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધર્મકથા, શ્રાવકોની ઋદ્ધિ, વ્રત પ્રત્યાખ્યાન, પૌષધ, શ્રતગ્રહણ, શ્રુતનું ઉપધાન(તપ), શ્રાવક પડિમા ધારણ, ઉપસર્ગ સંલેખના, આજીવન અનશન, દેવલોક ગમન, પુનરાગમન, બોધિલાભ, ભોગત્યાગ, મોક્ષ પ્રાપ્તિ ઇત્યાદિ વિષયોનું આખ્યાન ક્યું છે (૨)વિસ્તારથી ધર્મપરિષદ, ધર્મશ્રવણ, પાંચ અભિગમ, સમ્યક્ત્વ વિશુદ્ધિ, વ્રતોના અતિચાર, વ્રતપર્યાય, નિવૃત્ત-સાધના, તપસ્વી જીવનનું શરીર આદિ વર્ણન છે. (૩) આ સાતમું અંગસૂત્ર છે. એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન કાલ અને દસ સમુદેશન કાલ છે. અંતકૃત દશા : (૧) આ સૂત્રમાં વર્ણિત ૯૦ જીવો(બધા જીવો)એ તે જ ભવમાં સંયમ તપની ઉત્કૃષ્ટ આરાધના કરી કમ(સંસાર)નો અંત કરી દીધો છે.(૨) આ સૂત્રમાં તે જીવોના નગર આદિનું વર્ણન છે; તેમજ સંયમગ્રહણ, મૃતગ્રહણ અને ઉપધાન તપનું વર્ણન છે. અનેક પ્રકારની પડિમાઓ, ક્ષમા આદિ યતિધર્મ, સત્તર પ્રકારનો સંયમ, બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, ત્યાગ, સમિતિ, ગુપ્તિ, અપ્રમત્ત યોગ, સ્વાધ્યાય, સંયમ પર્યાય, કેવળજ્ઞાન, પરીષહ, ઉપસર્ગ આદિનું વર્ણન છે. (૩) આ આઠમું અંગસૂત્ર છે, એક શ્રુત સ્કંધ છે, દસ અધ્યયન છે, આઠ વર્ગ છે, દસ ઉદ્દેશન–સમુદેશન કાળ છે. બાકીનું વર્ણન આચારાંગની સમાન છે. અનુત્તરોપપાતિક : (૧) અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા જીવોના નગર આદિ તેમજ સંયમ ગ્રહણ, શ્રતગ્રહણ, શ્રતનું તપ, સંયમપર્યાય, સંલેખના, અનુત્તરવિમાનમાં ઉત્પત્તિ, પુનરાગમન, બોધિલાભ, સંયમપાલન અને અંતક્રિયાનું આખ્યાન છે. (૨) તીર્થકરના સમવસરણ તેમજ અતિશયનું વર્ણન છે. ગંધહસ્તિની સમાન શ્રેષ્ઠ, પરીષહ વિજેતા, યશસ્વી તેમજ અનેક પ્રશસ્ત ગુણોથી યુક્ત તેમના શિષ્ય અણગાર મહર્ષિઓનું વર્ણન છે. દેવાસુર મનુષ્ય પરિષદનું આવવું, ઉપાસના કરવી, ધર્મદેશના, હળુકર્મી જીવોએ સંયમ-ધર્મ સ્વીકાર કરવો, અનેક વર્ષો સુધી સંયમ–તપનું પાલન, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અપ્રમત્ત યોગ, સ્વાધ્યાય-ધ્યાન આદિનું વર્ણન છે. (૩) આ નવમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, ત્રણ વર્ગ છે, દસ અધ્યયન છે, દસ ઉદ્દેશન-સમુદેશન કાળ છે. નોધ:- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. પ્રશ્ન વ્યાકરણ : (૧) આ સૂત્રમાં ૧૦૮ પ્રશ્રવિદ્યા છે. આ વિદ્યા દેવ અધિષ્ઠિત હોય છે. તેમાં અંગુઠા આદિને જોઈને શુભાશુભ ફળનું કથન કરવામાં આવે છે. (૨) ૧૦૮ અપ્રશ્ર વિદ્યા છે. આ મંત્રનો વિધિપૂર્વક જાપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે અને પ્રશ્ન ર્યા વગર જ વ્યક્તિને શુભાશુભનો નિર્દેશ કરે છે. (૩) ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન વિદ્યા છે. આ અંગુઠા આદિના સદ્ભાવમાં અથવા અભાવમાં પણ શુભાશુભનું કથન કરે છે, નિશીથ ભાષ્યમૂર્ણિમાં એને સ્વપ્ન વિદ્યા કહી છે. આમાં વિદ્યાથી અભિમંત્રિત ઘંટિકા કાન પાસે વગાડવામાં આવે છે, ત્યારે દેવતા શુભાશુભનું કથન કરે છે. એને ઈખિની વિદ્યા પણ કહે છે, તેમાં દેવતા ભૂત, ભવિષ્યનું પૂછવાપર હાનિ, લાભ, જન્મમરણ આદિનું પણ કથન કરે છે.(૪) આ રીતે સેંકડો વિદ્યાઓ, સ્તંભન, સ્તોત્ર, વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષીકરણ આદિ(મહાવિદ્યાઓ) વચન દ્વારા પૂછવા પર જ જવાબ દેવાવાળી દેવાધિષ્ઠિત વિદ્યા. મન પ્રશ્રવિદ્યા–મનમાં ઉઠેલા પ્રશ્નોના ઉત્તર દેવાવાળી દેવાધિષ્ઠિત વિદ્યાન વર્ણન છે. (૫) નાગકુમાર અને સુવર્ણકુમાર દેવોના દિવ્ય સંવાદનું વર્ણન કરેલ છે. વિવિધ અર્થોમાં પ્રત્યેકબુદ્ધો દ્વારા ભાષિત, આચાર્યો દ્વારા વિસ્તારથી કહેલ અને મહર્ષિઓ દ્વારા વિવિધ વિસ્તારથી કહેલ જગત જીવોના હિતને માટે તત્વ કહ્યા છે. દર્પણ, અંગુષ્ઠ, બાહુ, અસિ, મણિ, વસ્ત્ર અને સૂર્યથી સંબંધિત વિદ્યાઓના અધિષ્ઠાયક દેવોની પ્રમુખતાથી વિસ્મય કરવાવાળી, તત્ત્વનો પ્રત્યય કરાવવાવાળી વિદ્યાઓના મહાન અર્થોનું વર્ણન કરેલ છે. (૬) આ દશમું અંગસૂત્ર છે, એક શ્રુત સ્કંધ છે, ૪૫ અધ્યયન છે, ૪૫ ઉદ્દેશન– સમુદેશન કાળ છે. નોધ:- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે.. વિમર્શ - ટીકા ચૂર્ણ ભાષ્ય આદિ વ્યાખ્યાકારોના પહેલાં જ આ સૂત્રનું સ્વરૂપ લુપ્ત થઈ ગયું હતું અથવા લુપ્ત કરી દેવાયું હતું. તેમાં કહેલા ઋષિભાષિત અધ્યયન, પ્રત્યેક બુદ્ધ અને આચાર્ય ભાષિત અધ્યયન, વર્તમાનમાં “ઋષિભાષિત” અને “ઉત્તરાધ્યયન' નામના બે સ્વતંત્ર સૂત્રોમાં ઉપલબ્ધ છે. બાકી સંપૂર્ણ વિધાઓ- વાળા અધ્યયન અજ્ઞાતમાં વિલીન થઈ ગયા છે. Page #223 -------------------------------------------------------------------------- ________________ jainology 223 આગમસાર વર્તમાનમાં આ સૂત્રના બે શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન છે અને તેમાં આશ્રવ– સંવર, અશુભકર્મના પરિણામ, નરકના દુઃખો, સંયમવિધિઓ અને મહાવ્રતોનું વિસ્તારથી વર્ણન છે. વિપાક : (૧) આ સૂત્રમાં સુકૃત–દુષ્કૃત કર્મોના ફળ વિપાકનું વર્ણન છે. (ર) તેમાં સુખપૂર્વક મોક્ષમાં જનારા તેમજ દુ:ખપૂર્વક જીવન પસાર કરી દુર્ગતિમાં જનારા જીવોના ભવ આદિનું વર્ણન છે. (૩) દુઃખ વિપાકમાં તે જીવોના હિંસાદિ પાપ, મહાતીવ્ર કષાય, ઇન્દ્રિય પ્રમાદ, અશુભ અધ્યવસાયથી પાપ બંધ તેમજ તેના પરિણામ સ્વરૂપ નરકાદિના દુઃખ ત્યાર પછી અવશેષ ભયંકર કર્મફળ મનુષ્ય ભવમાં ભોગવવાનું વર્ણન છે. અંગોપાંગના છેદન–ભેદન, અગ્નિથી વિવિધ પ્રકારના કષ્ટ, હાથી આદિ પશુઓ દ્વારા કષ્ટ, બાંધવું, પકાવવું, ચામડી ઉતારવી આદિ ભયંકર દુ:ખોનું વર્ણન છે. (૪) સુખ વિપાકમાં સંયમી જીવોના ધર્માચાર્ય, સમવસરણ, ધર્મકથા, ઋદ્ધિવિશેષ, ભોગ-પરિત્યાગ, સંયમ ગ્રહણ, શ્રતગ્રહણ, તેનું ઉપધાન, સંયમ પર્યાય, સંલેખના અને આજીવન અનશન, દેવલોક ગમન, પુનરાગમન, બોધિલાભ, સંયમ– આરાધના તેમજ મોક્ષ પ્રાપ્તિનું વર્ણન છે. શીલ, સંયમ, નિયમ, ગુણ, ઉપધાનને ધારણ કરવાવાળા સુવિહિત સુસાધુઓને, આદર સહિત તીવ્ર શુભ અધ્યવસાયોવાળા વ્યક્તિ દ્વારા વિશદ્ધ આહાર–પાણી દઈને સંસારને પરિત કરવાનું વર્ણન છે. સંસાર પરિત કરીને દેવાયું બંધ કરવાનું, અનુપમ સુખ પ્રાપ્ત કરવાનું, ફરી મનુષ્ય લોકમાં આવીને આયુ, શરીર, વર્ણ, જાતિ, કુળ, રૂપ, આરોગ્ય, બુદ્ધિ આદિ પ્રશસ્ત પ્રાપ્ત કરવાનું તથા મિત્ર, સ્વજન, ધન, ધાન્ય, વૈભવ, સમૃદ્ધિ આદિ ઉત્તમ સુખ સાધનોને પ્રાપ્ત કરવાનું વર્ણન છે. અંતમાં ભોગોનો ત્યાગ કરીને સંયમ ધર્મ સ્વીકાર કરવાનો તેમજ પરંપરાથી મુક્ત થવાનો પરિચય આપેલ છે. આ અગિયારમું અંગસૂત્ર છે, બે શ્રુતસ્કંધ છે, વીસ અધ્યયન છે, વીસ જ ઉદ્દેશન-સમુદેશન કાલ છે. નોંધ:- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. દષ્ટિવાદ અંગસૂત્રઃ આ સૂત્રમાં સર્વભાવોની પ્રરૂપણા કરેલ છે. તેના મુખ્ય પાંચ વિભાગ છે– (૧) પરિકર્મઃ— જે પ્રકારે ગણિત શાસ્ત્રના અભ્યાસને માટે અંકો, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આદિ પ્રારંભિક જ્ઞાન આવશ્યક હોય છે, તેવું જ દષ્ટિવાદ શ્રુતના અધ્યયનની યોગ્યતાનું પ્રારંભિક જ્ઞાન “પરિકર્મ છે. આ પરિકર્મના મૂળભેદ સાત છે અને ભેદાનભેદ ૮૮ છે. (૨) સૂત્ર :- તેના મૂળ વિભાગ બાવીસ છે અને તેના સ્વમત, અન્યમત, વિભિન નય વિભાગ પ્રરૂપણથી કુલ ૮૮ સૂત્ર વિભાગ છે (૩) પૂર્વ – તેના ચૌદ વિભાગ છે તેને ૧૪ પૂર્વ કહે છે. તેના ઉત્પાદપૂર્વ, કર્મપ્રવાદ પૂર્વ આદિ ૧૪ નામ છે અને પહેલું પૂર્વ, બીજું પૂર્વ આદિ, નવમું પૂર્વ, દસમું પૂર્વ આદિ નામ પણ આગમમાં કહેવામાં આવ્યા છે. એ પૂર્વના વિભાગમાં ઉપવિભાગ પણ છે તેને "વસ્તુ" અને "ચૂલિકાવસ્તુ' કહે છે. પ્રથમના ચાર પૂર્વોમાં “ચૂલિકા વસ્તુ છે, બાકીમાં કેવળ વસ્તુ જ છે. પૂર્વઃ વસ્તુઃ ચૂલિકા વસ્તુ - ક્રમ પૂર્વના નામ વસ્તુ ચૂલિકા વસ્તુ ૧ | ઉત્પાદ પૂર્વ 10 | ૪ | અગ્રેણીય પૂર્વ ૧૪ | ૧૨ વીર્યપ્રવાદ પૂર્વ | ૮ | ૮ | ૪ | અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ ૧૮ | ૧૦ || જ્ઞાન પ્રવાદ પૂર્વ સત્ય પ્રવાદ પૂર્વ || આત્મ પ્રવાદ પૂર્વ ૧૬ ૮ | કર્મ પ્રવાદ પૂર્વ ૯ |પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ | | ૨૦ ૧૦ | વિદ્યાનું પ્રવાદ પૂર્વ ૧૧ | અવંધ્ય પૂર્વ | ૧૨ | ૧૨ | પ્રાણાયુ પૂર્વ | ૧૩ - ૧૩ ક્રિયાવિશાલ પૂર્વ | ૩૦ ૧૪ લોક બિંદુસાર પૂર્વ | ૨૫ | - (૪) અનુયોગ:- તેના બે વિભાગ છે– ૧. મૂળ પઢમાનુયોગ ૨. ચંડિકાનુયોગ. પ્રથમ વિભાગમાં તીર્થકરોના પૂર્વભવ તેમજ મુક્તિ પ્રાપ્તિ સુધીનું વિસ્તારથી વર્ણન હોય છે. શિષ્યાદિની વિભિન્ન સંપદાનું પણ વિસ્તારથી વર્ણન હોય છે. (ગંડિકા એટલે થોક સંગ્રહ) બીજા વિભાગમાં કુલકર, ગણધર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, હરિવંશ, ભદ્રબાહુ, તપ, ઉત્સર્પિણી આદિની ગંડિકાઓ હોય છે. ગંડિકાનો અર્થ સમાન વક્તવ્યતાના અર્વાધિકારનું અનુસરણ કરવાવાળી વાક્ય પદ્ધતિ. ચિત્રાંતર મંડિકામાં ઋષભદેવ તથા અજિતનાથ ભગવાનના અંતરાલ કાળમાં થયેલા તેના વંશજ રાજાઓના સંયમ ગ્રહણ, દેવલોક(અનુત્તર વિમાન) ગમન આદિ વર્ણન છે. (૫) ચૂલિકા:- પ્રથમ ચાર પૂર્વોમાં ચૂલિકા છે, બાકીમાં ચૂલિકાઓ નથી. સૂત્રમાં અનુક્ત વિશિષ્ટ વિષય ચૂલિકામાં કહેવામાં આવે છે. પર્વત આદિના શીર્ષસ્થ સ્થાનને ચૂલિકા કહેવાય છે. | ૧૨ | - ૩૦ | - ૧૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 224 આ બારમું અંગસૂત્ર છે, એક શ્રુતસ્કંધ છે, ચૌદપૂર્વ છે,(૨૨૫) બસો પચીસ વસ્તુ છે, ચોત્રીસ ચૂલિકા વસ્તુ છે, સંખ્યાતા પ્રાભૂત છે, સંખ્યાતા પ્રાભૃત-પ્રાભૂત છે અને સંખ્યાતા લાખો પદ છે. નોંધ :- શેષ વર્ણન આચારાંગના ક્રમ નં. ૪ની સમાન છે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટ્ટકની આરાધના(શ્રદ્ધા અને આચરણ) કરનારા સંસાર અટવીથી પાર થયા છે, થાય છે અને થશે તેમજ વિરાધના(અશ્રદ્ધા અને અશુદ્ધ આચરણ) કરનારા સંસારમાં ભટકે છે, ભટકતા હતા અને ભટકતા રહેશે. આ દ્વાદશાંગ ગણિપિટ્ટક સદા શાશ્વત છે અર્થાત્ પાંચ મહાવિદેહ ક્ષેત્રની અપેક્ષાથી બધા આગમ અને નમસ્કારમંત્ર આદિ શાશ્વત છે એમાં અનંતભાવ–અનંત અભાવ છે, અનંત હેતુ–અહેતુ, કારણ—અકારણ, જીવ–અજીવ, ભવસિદ્ધિક–અભવસિદ્ધિક, સિદ્ધ—અસિદ્ધનું વર્ણન છે તેમજ વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. પ્રકીર્ણક વર્ણન (૧) જીવ અને અજીવ બે રાશિ છે, એનો વિસ્તાર પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ. (૨) નારકોના પૃથ્વીપિંડ, નૈરયિકોના રહેવાના ક્ષેત્ર તેમજ કર્કશ, અશુભ આદિ નરક વેદનાનું વર્ણન કરવામાં આવ્યું છે. નરક ક્રમાંક પૃથ્વીપિંડ(ઉપરથી નીચે) એક લાખ એંસી હજાર ૧ २ | એક લાખ બત્રીસ હજાર ૩ ૪ ૫ S ૭ એક લાખ અઠ્ઠાવીસ હજાર | એક લાખ વીસ હજાર એક લાખ અઢાર હજાર એક લાખ સોળ હજાર એક લાખ આઠ હજાર | નરકાવાસ ૩૦ લાખ ૨૫ લાખ ૧૫ લાખ ૧૦ લાખ ૩ લાખ h22-22 ૫ આ દરેક પૃથ્વીપિંડોમાં ઉપર નીચે એક હજારની ઠીકરી(છત અને ભૂમિ) છોડીને બાકી એક લાખ ૭૮ હજાર યોજન પ્રમાણ વગેરે ક્ષેત્રમાં નરકના આંતરા અને પાથડા છે. આંતરાઓનું ક્ષેત્ર હીનાધિક છે. પાથડા બધા ત્રણ હજાર યોજનના હોય છે. તેના મધ્યના હજાર યોજન ઊંચાઈવાળા પોલાણવાળા ક્ષેત્રમાં નૈરયિક જીવો રહે છે. સાતમી નારકીની છત અને ભૂમિ(ઠીકરી) સાડા બાવન હજાર યોજનની છે, આંતરા નથી અને એક પાથડો ત્રણ હજાર યોજનનો છે. (૩) ભવનપતિ :– પ્રથમ નરક પૃથ્વીપિંડની ઉપરથી અથવા સમભૂમિથી ૪૦ હજાર યોજન નીચે જવા પર ભવનપતિઓના આવાસ છે અર્થાત્ પ્રથમ નરકના ત્રીજા આંતરામાં અસુરકુમારોના આવાસ અને આ રીતે ક્રમશઃ બારમા આંતરામાં સ્તનિત કુમારોના આવાસ છે. ૧. અસુરકુમારોના ૬૪ લાખ ૨. નાગકુમારોના ૮૪ લાખ ૩. સુવર્ણકુમારના ૭૨ લાખ ૪. વાયુકુમારના ૯૬ લાખ અને (૫ થી ૧૦) બાકી દરેકના ૭૬–૭૬ લાખ ભવનાવાસ છે. (૪) પૃથ્વીકાયથી લઈને મનુષ્ય સુધી બધાના અસંખ્ય આવાસ સ્થાન છે. (૫) વ્યંતર ઃ– • પહેલી નરક પૃથ્વીપિંડની ઉપરની એક હજાર યોજનની ઠીકરી (છત)ના મધ્યના આઠસો યોજનમાં વ્યંતરોના અસંખ્ય ભોમેય નગર છે. (૬) જ્યોતિષી :– સમભૂમિ ભાગથી ૭૯૦ યોજન ઉપર ગયા પછી ૧૧૦ યોજન ક્ષેત્રમાં અર્થાત્ ૯૦૦ યોજન ઊંચે સુધી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાન છે. આ પાંચે પ્રકારના વિમાન અસંખ્ય અસંખ્ય છે. (૭) વૈમાનિક :– જ્યોતિષીથી અસંખ્ય ક્રોડા–ક્રોડ યોજન ઉપર વૈમાનિક દેવલોકના કુલ ૮૪ લાખ ૯૦ હજાર ૨૩ વિમાન છે. તે આ પ્રમાણે છે— બાર દેવલોકોમાં ક્રમશઃ – ૧. બત્રીસ લાખ ૨. અઠાવીસ લાખ ૩. બાર લાખ ૪. આઠ લાખ ૫. ચાર લાખ ૬. પચાસ હજાર ૭. ચાલીસ હજાર ૮. છ હજા૨ ૯–૧૦. ચારસો ૧૧–૧૨. ત્રણસો. નવપ્રૈવેયકમાં :– પ્રથમ ત્રિકમાં ૧૧૧, બીજી ત્રિકમાં ૧૦૭, ત્રીજી ત્રિકમાં ૧૦૦. અણુત્તર દેવલોકમાં ૫ વિમાનાવાસ છે. (૮) શરીર પાંચ છે. વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ એકવીસમાં જુઓ. આ રીતે સ્થિતિ પણ જુઓ. (૯) આહારક શરીર ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત મનુષ્યોને જ હોય છે. (૧૦) તેજસ–કાર્મણ શરીરની અવગાહના મારણાંતિક સમુદ્દાતની અપેક્ષાએ છે. (૧૧) અવધિજ્ઞાન : ક્ષાયોપશમિક અને ભવ પ્રત્યયિક બે પ્રકારનું હોય છે. ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન પ્રજ્ઞાપના પદ–૩૩ થી જાણવું.(૧૨) વેદના ત્રણ પ્રકારની હોય છે– શીત, ઉષ્ણ, શીતોષ્ણ ઇત્યાદિ વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ-૩૫ થી જાણવું. (૧૩) એ જ રીતે લેશ્યાનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્ર પદ–૧૭થી જાણવું. (૧૪) આયુષ્યકર્મ જઘન્ય એક આકર્ષથી અને ઉત્કૃષ્ટ આઠ આકર્ષથી બંધાય છે. (૧૫) આહાર, સંહનન, સંસ્થાન, વિરહ, વેદનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું. (૧૬) કુલકર સાત કહ્યા છે, દસ પણ કહ્યા છે. ભૂત અને ભવિષ્યની ઉત્સર્પિણીમાં દસ કુલકર કહ્યા છે અને અવસર્પિણીમાં સાત કહ્યા છે. વર્તમાન અવસર્પિણીમાં સાત કુલકર થયા તેમજ તેમને એક–એક પત્ની હતી. Page #225 -------------------------------------------------------------------------- ________________ પલ્યોપમ jainology 225 આગમસાર તીર્થકર સંબંધી વિવિધ વર્ણન:(૧૭) એક દેવ દૂષ્ય વસ્ત્ર લઈને સ્વલિંગથી બધા તીર્થકર દીક્ષિત થાય છે. તેઓ બીજા કોઈ ગૃહિલિંગ કે અન્યલિંગ અથવા કુલિંગથી દીક્ષિત થતા નથી. (૧૮) પ્રથમ તીર્થકરની દીક્ષાનગરી “વિનીતા' છે અને બાવીસમાં તીર્થકરની દીક્ષા નગરી દ્વારિકા' છે. બાકીના બધા તીર્થકર પોતાની જન્મનગરીમાં દીક્ષિત થયા. (૧૯) દીક્ષા પરિવાર - ભગવાન મહાવીર એકલા દીક્ષિત થયા. પાર્શ્વનાથ અને મલ્લિનાથ ત્રણસો પુરુષ સાથે, વાસુપૂજ્ય છ સો, ઋષભદેવ ચાર હજાર અને બાકીના ઓગણીસ તીર્થકર એક હજાર પુરુષો સાથે દીક્ષિત થયા. બધા તીર્થકરોની વિશિષ્ટ દીક્ષા શિબિકા હોય છે. સૂત્રમાં તેના નામ પણ કહેલ છે જેને દેવ અને મનુષ્ય ઉપાડે છે. (૨૦) દીક્ષા તપ - પાંચમા તીર્થંકર- આહાર કરીને, બારમા–એક ઉપવાસમાં, ૧૯મા અને ૨૩મા અઠ્ઠમ તપમાં અને બાકી વીસ તીર્થકર છઠ્ઠની તપસ્યામાં દીક્ષિત થયા હતા. (૨૧) ભિક્ષા પ્રાપ્તિ - પ્રથમ તીર્થકરને એક વર્ષ બાદ પ્રથમ ભિક્ષા મળી બાકી બધા તીર્થકરોને દીક્ષાના બીજા દિવસે ભિક્ષા મળી હતી. (૨૨) ભિક્ષા વસ્તુ – પહેલા તીર્થકરને પહેલી ભિક્ષામાં ઇક્ષરસ મળેલ, બાકીને ખીર(પરમાન)ની ભિક્ષા પ્રાપ્ત થઈ હતી. (૨૩) બધા તીર્થકરોના પારણા સમયે પુરુષ પ્રમાણ સોનૈયાની વૃષ્ટિ થઈ હતી. (૨૪) પહેલા તીર્થકરનું ચૈત્યવૃક્ષ અર્થાત્ કેવળજ્ઞાન વૃક્ષ ત્રણ કોશ ઊંચું હતું. અંતિમ તીર્થકરનું ૩૨ ધનુષ્યનું (અશોકવૃક્ષ સહિત સાલ વૃક્ષ) હતું. બાકીના તીર્થકરોને પોતાની અવગાહનાથી બાર ગણું ચૈત્યવૃક્ષ હતું. (૨૫) નવમા તીર્થંકરથી પંદરમા તીર્થંકરના શાસનમાં કાલિક શ્રુતન(શાસનનો) વિચ્છેદ થયો હતો. તીર્થ વિચ્છેદ કાળ પા(o) પોણા પલ્યોપમનો થયો હતો. બધા(૨૪) તીર્થંકરોના શાસનમાં દષ્ટિવાદનો વિચ્છેદ(એક દેશથી) થાય છે. (૨૬) બલદેવ-વાસુદેવોના ગુણો, ઋદ્ધિ વગેરેનું વિસ્તારથી વર્ણન છે. તેમના શરીરમાં એકસો આઠ શુભ લક્ષણ હોવાનું કહ્યું છે. તેમનો પૂર્વભવ, પૂર્વભવના ધર્માચાર્ય (દીક્ષાગુરુ), વાસુદેવોની નિદાન(નિયાણાની) ભૂમિ, તેમજ નિદાન કરવાના કારણોનો સ્પષ્ટ ઉલ્લેખ છે. (૨૭) વાસુદેવોના શત્રુરૂપ ચક્રધર નવ પ્રતિવાસુદેવ હોય છે. તેઓ પોતાના જ ચક્રથી વાસુદેવ દ્વારા મરે છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ બંને નરકમાં જ જાય છે. આઠ બલદેવ મોક્ષમાં ગયા અને એક(કૃષ્ણના ભાઈ) પાંચમા દેવલોકમાં ગયા. દસ ચક્રવર્તી મોક્ષે ગયા અને બે(આઠમા, બારમા) નરકમાં ગયા. (૨૮) ભરતક્ષેત્રના ભાવ તીર્થકર, તેમના માતા-પિતા, પૂર્વભવ આદિ, ભાવી ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ આદિનું વર્ણન પણ છે. (૨૯) એરવતક્ષેત્રના વર્તમાન તીર્થકર તથા ભાવી તીર્થકરોનું પણ વર્ણન છે. (૩૦) એક ઉત્સર્પિણી અથવા અવસર્પિણી કાળમાં એક ભરતક્ષેત્રમાં ૨૪ તીર્થકર ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ બલદેવ, ૯ પ્રતિવાસુદેવ હોય છે. એક મહાવિદેહ ક્ષેત્રમાં ૪ તીર્થકર, ૪ ચક્રવર્તી, ૪ વાસુદેવ, ૪ બલદેવ હંમેશાં મળે છે અને ઉત્કૃષ્ટ હોય તો ૩ર તીર્થકર, ૨૮ ચક્રવર્તી, ૨૮ વાસુદેવ, ૨૮ બલદેવ હોઈ શકે છે. બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ ત્રણે સમકાળમાં હોય છે. ચક્રવર્તી તેનાથી ભિન્નકાળમાં હોય છે. બલદેવ, વાસુદેવના પિતા એક હોય છે. માતાઓ અલગ- અલગ હોય છે. (૩૧) સૂત્રમાં તીર્થકરોના માતાપિતા, પૂર્વભવ, ભિક્ષા દાતા, ચૈત્ય વૃક્ષ, પ્રથમ શિષ્ય, પ્રથમ શિષ્યા ઈત્યાદિ નામ આપેલ છે. તીર્થકરોની વાદી સંખ્યા, અવધિજ્ઞાની, મન:પર્યવ જ્ઞાની, કેવલી તેમજ મોક્ષગામી જીવોની સંખ્યા અલગ- અલગ સમવાયોમાં કહેલ છે. નોંધ :- ઠાણાંગ સમવાયાંગમાં સંક્ષેપમાં સૂચિત્ત અનેક વિષયોનું સ્પષ્ટીકરણ અન્ય આગમોમાં જ્યાં વિસ્તારથી વર્ણન છે તે આગમના સારાંશમાં જોવું. વિમાન, દ્વીપ, સમુદ્ર, પર્વત, નદી, કૂટ, દ્રહ, આવાસ, નરકાવાસ, પૃથ્વીકાંડ, પાતાળ કળશ, અવગાહના, સ્થિતિ, જ્યોતિષ મંડલ ચાલ, અંતર વગેરે અનેક ગણિત વિષયોનું હુંડીની જેમ વર્ણન છે. તેનું સ્પષ્ટ વર્ણન જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોના સારાંશમાં યથાસ્થાન છે. સૂત્રમાં આવેલ અવશેષ વિષયોના કોષ્ટકો ચક્રવર્તી : ક્રમ નામ | ઉમર | શરીરમાન | નગરી | તીર્થકર સમય | ૧ | ભરત | ૮૪ લાખ પૂર્વ | ૫૦૦ ધનુષ | વિનીતા | ૧લાના સમયે | સગર || ૭૭ લાખ પૂર્વ | ૪૫૦ ધનુષ | અયોધ્યા | રના સમયે | ૩ | માઘવ | ૫ લાખ વર્ષ | ૪૨.૫ ધનુષ | શ્રાવસ્તી | ૧૫મા પછી | ૪ | સનકુમાર | ૩ લાખ વર્ષ | ૪૧.૫ ધનુષ હસ્તિનાપુર | ૧૫માં પછી | સુભૂમ 0,000 વર્ષ | ૨૮ ધનુષ | હસ્તિનાપુર | ૧૮મા પછી મહાપા ૩૦,000 વર્ષ | ૨૦ ધનુષ બનારસ | ૨૦માં પછી ૧૦ હરિપેણ ૧૦,000 વર્ષ | ૧૫ ધનુષ | કપિલપુર ૨૧મા પછી ૧૧ | જયષણ ૩૦૦૦ વર્ષ | ૧૨ ધનુષ | રાજગૃહી ૨૧મા પછી | ૧૨ | બ્રહ્મદત્ત | ૭૦૦ વર્ષ | ૭ ધનુષ | કપિલપુર | રરમા પછી ## ભગવાન મહાવીરનો ચક્રવર્તી નો ભવ મહાવિદેહ ક્ષેત્રમાં થયેલો. Page #226 -------------------------------------------------------------------------- ________________ 226 ભદ્ર સુદર્શન આગમચાર-પૂર્વાર્ધ બલદેવ: અચલ ૮૫ લાખ વર્ષ | ૮૦ ધનુષ | પોતાનપુર | ૧૧માના સમયે વિજય ૭૫ લાખ વર્ષ | ૭૦ ધનુષ | દ્વારિકા | ૧૨માના સમયે ૫ લાખ વર્ષ | ૬૦ ધનુષ | બારાવઈ | ૧૩માના સમયે સુપ્રભ ૫૫ લાખ વર્ષ | પ૦ ધનુષ | બારાવઈ | ૧૪માના સમયે ૧૭ લાખ વર્ષ | ૪૫ ધનુષ | | અશ્વપુર | ૧૫માના સમયે ૬ | આનંદ | ૮૫.૦૦૦ વર્ષ | ર | ૮૫,૦૦૦ વર્ષ | ૨૯ ધનુષ | ચક્રપુર નષ | | ૧૮માં પછી નંદન ૫,૦૦૦ વર્ષ | ૨૬ ધનુષ | બનારસ || ૧૮મા પછી ૮ | પદ્મ(રામ) | ૧૫,૦૦૦ વર્ષ | ૧૬ ધનુષ | રાજગૃહી | ૨૦માના સમયે | બલભદ્ર | ૧૨૦૦ વર્ષ | ૧૦ ધનુષ | મથુરા | રમાના સમયે | વાસુદેવ – ક્રમ નામ ઉમર ગતિ પ્રતિવાસુદેવ ૧ | ત્રિપુષ્ટ ક | ૮૪ લાખ વર્ષ | સાતમી નરક | સુગ્રીવ ૨ | દ્વિપૃષ્ટ ૭ર લાખ વર્ષ | છઠ્ઠી નરક | તારક ૩ | સયંભૂ દિ0 લાખ વર્ષ | છઠ્ઠી નરક મેરક ૪ | પુરુષોત્તમ ૩૦ લાખ વર્ષ | છઠ્ઠી નરક | મધુકૈટુભ ૫ | પુરુષસિંહ ૧૦ લાખ વર્ષ | છઠ્ઠી નરક નિશંભ | પુરુષપુંડરીક ૬૫,૦૦૦ વર્ષ છઠ્ઠી નરક વલિવતી ૭ | દત્ત પ૯,૦૦૦ વર્ષ પાંચમી નરક | પ્રહૂલાદ || ૮ | લક્ષ્મણ(નારાયણ) | ૧૨,૦૦૦ વર્ષ | ચોથી નરક | રાવણ ૧,૦૦૦ વર્ષ | ત્રીજી નરક | જરાસંધ * ભગવાન મહાવીરનો જીવ સુભૂમ અને બ્રહ્મદત્ત નરકમાં ગયા, બાકીના ચક્રવર્તી મોક્ષમાં ગયા. બલભદ્ર નામના નવમા બલદેવ પાંચમા દેવલોકમાં ગયા, બાકી બલદેવ મોક્ષમાં ગયા. બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ ત્રણેની અવગાહના સમાન હોય છે. બલદેવ અને પ્રતિવાસુદેવની ઉમર સમાન હોય. વાસુદેવની ઉમર નાની હોય છે. પાંચમાં, છઠ્ઠા, સાતમા, ચક્રવર્તી જ સોળમા, સત્તરમાં, અઢારમા તીર્થંકર થયા. વાસુદેવ અને પ્રતિવાસુદેવની ગતિ સમાન નરકની હોય છે. તીર્થકર – તીર્થકર અને ચક્રવર્તી એકજ હતા. ક્રમ | તીર્થકર | શરીરમાં જન્મ | ઉમર | દીક્ષા પર્યાય છદ્મસ્થ કાલ | ગણધર | સાધુ સંપદા | મોક્ષ નધિનુષ | નગરી ગણ પરિવાર પણ ૫00 | વિનીતા | ૮૪ લાખ પૂર્વ | એક લાખ પૂર્વ ૧૦૦૦ વર્ષ | ૮૪ ૮૪,000 | ૧૦,000 અજિત | ૪૫૦ | અયોધ્યા | ૭૨ લાખ પૂર્વ | ૧ લા. પૂ.માં એક પૂર્વાગ કમ | ૧૨ વર્ષ ૫ | ૧ લાખ ૧૦૦૦ સંભવ ૪00 | શ્રાવતિ | ૬૦ લાખ પૂર્વ | ૧ લા. પૂ.માં ચાર પૂર્વાગ કમ | ૧૪ વર્ષ | ૧૦૨ | ૨ લાખ ૧૦૦૦ અભિનન્દન | ૩૫૦ | | અયોધ્યા | ૫૦ લાખ પૂર્વ | ૧લા. પૂ.માં આઠ પૂર્વાગ કમ | | ૧૧૬ | ૩ લાખ ૧000 ૫ સમતિ | 300 | અયોધ્યા | ૪૦ લાખ પૂર્વ | ૧ લા. પૂ.માં ૧૨ પૂર્વાગ કમ | ૨૦ વર્ષ 100 | ૩૨0000 | ૧૦૦૦ | ૬ | પરપ્રભ| ૨૫0 | કોસંબી | ૩૦ લાખ પુર્વ | ૧ લા. પૂ.માં ૧૬ પુર્વાગ કમ | ૬ માસ ૧૦૭ | ૩૩0000 | ૩૦૮ સુપાર્શ્વ ૨00 | વારાણસી | ૨૦ લાખ પૂર્વ | ૧ લા. પૂ.માં ૨૦ પૂર્વાગ કમ | ૯ માસ | ૯૫ | ૩ લાખ ૫૦૦ ચંદ્રપ્રભ ૧૫૦ | ચન્દ્રપુરી | ૧૦ લાખ પૂર્વ) ૧ લા. પૂ.માં ૨૪ પૂર્વાગ કમ | ૩ માસ ૯૩ ૨૫0000 | | 1000 | ૯ | સુવિધિ | 100 | કાકંદી | ૨ લાખ પૂર્વ | ૧ લા. પૂ.માં ૨૮ પૂર્વાગ કમ | ૪ માસ | ૮૮ | ૨ લાખ | ૧૦૦૦ | ૧૦ | શીતલ ભદ્ધિલપુર | ૧ લાખ પૂર્વ | ૨૫ હજાર પૂર્વ ૩ માસ | ૮૧ | ૧ લાખ | ૧OOO ૧૧ | શ્રેયાંસ | ૮૦ | સિંહપુર | ૮૪ લાખ વર્ષ | ૨૧ લાખ વર્ષ ૨ માસ || ૭ | ૮૪,000 | 1000 ૧૨ | વાસુપૂજ્ય | ચંપા | ૭૨ લાખ વર્ષ | પ૪ લાખ વર્ષ ૧ માસ | ၄ ၄ ) | ૭૨,૦૦૦ | ૬૦૦ ૧૩ | વિમલ દ0 | કપિલપુર | ૬૦ લાખ વર્ષ | ૧૫ લાખ વર્ષ ૨ માસ | ૫૭ | ૬૮,000 | $000 ૧૪ | અનંત | | ૫O | અયોધ્યા | ૩૦ લાખ વર્ષ | સાડા સાત લાખ વર્ષ ૩ વર્ષ | ૫૦ | gs,000 | ૭૦૦૦ ૧૫ | ધર્મ ૪૫ | રત્નપુર | ૧૦ લાખ વર્ષ અઢી લાખ વર્ષ ૨ વર્ષ || ૪૩ | ૬૪,૦૦૦ / ૧૦૮ ૧૬ | શાન્તિ * ૪૦ | ગજપુર | ૧ લાખ વર્ષ | ૨૫ હજાર વર્ષ ૧ વર્ષ ૩૬ ૬૨,૦૦૦ | ૯૦૦ ૧૭ | કંથ * | ૩૫ | ગજપુર | પહજાર વર્ષ | ૨૩૭૫૦ વર્ષ ૧૬ વર્ષ ૩૫ ૬૦,૦૦૦ | ૧૦૦૦ ૧૮ | અર * ૩૦ | ગજપુર | ૮૪હજાર વર્ષ | ૨૧ હજાર વર્ષ ૩ વર્ષ ૩૩ | ૫૦,૦૦૦ | ૧૦૦૦ ૧૦ | મલ્લિ | ૨૫ | મિથિલા | પપહજાર વર્ષ | ૫૪૯૦૦ વર્ષ ત્રીજે પ્રહરે | ૨૮ | ૪૦,૦૦૦ | ૫૦૦. ૨૦ | મુનિસુવ્રત | ૨૦ | રાજગૃહી | ૩ હજાર વર્ષ | ૭૫00 વર્ષ ૧૧ માસ | ૧૮ | 80,000 | 1000 નમિ | ૧૫ | મિથિલા | ૧૦હજાર વર્ષ | ૨૫00 વર્ષ મિથિલા | ૯ માસ | ૧૭ | ૨૦,૦૦૦ | ૧૦૦૦ ૨૨ | અરિષ્ટનેમિ| ૧૦ | સૌર્યપર | ૧ હજાર વર્ષ | ૭૦૦ વર્ષ ૫૪ દિવસ | ૧૧ | ૧૮,૦૦૦ [ ૫૩૬ ૨૩ | પાર્થ નવહાથ | વારાણસી | 100 વર્ષ | ૭૦ વર્ષ ૮૪ દિવસ | ૧૦ | ૧૬,000 | ૩૩ | ૨૪ | વર્ધમાન | ૭ હાથ | ક્ષત્રિયકુંડ | ૭૨ વર્ષ | ૪૨ વર્ષ | ૧૨વર્ષ૬.૫ માસ | ૧૧૯૫ ૧૪,000 | એકાકી નામ ૨૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ jainology | 227 -: = ॥ સમવાયાંગ સૂત્ર સારાંશ સંપૂર્ણ ॥ પ્રશ્નવ્યાકરણ પ્રાકથનઃ દ્વાદશાંગીમાં આ દશમું અંગસૂત્ર છે. તે પહેલાના છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા અંગસૂત્ર કથા પ્રધાન શાસ્ત્ર છે અને ત્યારપછી પણ અગિયારમું અંગસૂત્ર વિપાક સૂત્ર કથા પ્રધાન શાસ્ત્ર છે. તેથી આ સૂત્રનું મૂળ સ્વરુપ પણ કથા પ્રધાન હોવાની સંભાવના છે. ઉપલબ્ધ આ દશમા અંગશાસ્ત્રમાં પાંચ આશ્રવ અને પાંચ સંવરનું વિસ્તાર પદ્ધતિથી વર્ણન છે. ઉપલબ્ધ સ્વરૂપ :• વર્તમાનમાં ઉપલબ્ધ આ આગમના બે શ્રુતસ્કંધ છે બંનેમાં પાંચ-પાંચ અધ્યયન છે. જેમાં હિંસા આદિ પાંચ આશ્રવોનું અને અહિંસા આદિ પાંચ સંવરનું ક્રમથી વર્ણન કરાયું છે. બીજો કોઈ વિષય અથવા ચર્ચા તેમાં નથી. ઉપલબ્ધ આ સૂત્ર ૧૨૫૬ શ્લોક પ્રમાણ માનવામાં આવે છે. આગમસાર પ્રથમ શ્રુતસ્કંધ : આશ્રવ દ્વાર પહેલું અધ્યયન (હિંસા) હિંસાનું સ્વરૂપ હિંસાના સ્વરૂપને સમજવાને માટે ૨૨ વિશેષણ છે, તે આ પ્રમાણે છે– (૧) હિંસા પ્રથમ પાપ હોવાથી પાપરૂપ છે. (૨) ઉગ્ર થવાથી જીવ હિંસા કરે છે તેથી તે પ્રચંડ છે. (૩) રૌદ્ર પરિણામોથી થાય છે તેથી તે રૂદ્ર છે. (૪) ક્ષુદ્ર, અસહિષ્ણુતા, તુચ્છ પ્રકૃતિક તેમજ સંકીર્ણ મનવાળાથી જ હિંસા કરાય છે તેથી તે ક્ષુદ્ર છે. (૫) અચાનક વિચાર ર્યા વગર અથવા વિવેકની ખામીથી કરાય છે. (૬) અનાર્ય પુરુષો દ્વારા આચરત હોય છે. (૭) પાપની ઘૃણા રહિત નિઘૃણા છે. (૮) ક્રૂર-રૂક્ષ હોવાથી નૃશંસ છે. (૯) મહાભયકારી છે અર્થાત્ જેની હિંસા કરાય છે તે પણ ભયથી વ્યાપ્ત થાય છે, હિંસાને જોનારા પણ ભયથી વ્યાપ્ત થાય છે અને હિંસા કરનારા પણ પોતાના ભૂત, ભવિષ્ય, વર્તમાન કોઈ પણ ભયથી વ્યાપ્ત થઈને હિંસા કરે છે. (૧૦) તે પ્રત્યેક પ્રાણીને ભયકારી છે અર્થાત્ પ્રાણીમાત્રને મૃત્યુનો ભય હોય છે. (૧૧) મૃત્યુથી વધીને બીજો કોઈ ભય નથી તેથી આ હિંસા અતિભયકારી છે. (૧૨) ભયને ઉત્પન્ન કરનારી છે. (૧૩) ત્રાસ–ક્ષોભકારી છે, પીડા ઉત્પન્ન કરનારી છે. (૧૪) જીવોને માટે અન્યાયકારી છે. (૧૫) ઉદ્વેગ—ગભરાટ કરનારી છે. (૧૬) બીજાના પ્રાણોની પરવાહ કરનારી નથી. (૧૭) ત્રણ કાળમાં પણ હિંસા, ધર્મ થઈ શકતી નથી તેથી તે નિધર્મ છે. (૧૮) બીજાના જીવનની પરવાહ હોતી નથી તેથી તે નિષ્મિપાસ છે. (૧૯) કરુણા રહિત હોવાથી નિષ્કરુણા છે. (૨૦) હિંસા નરક ગતિને પ્રાપ્ત કરાવનારી છે. (૨૧) આત્માને મહામોહમાં નાખનારી હોવાથી મહામોહભય પ્રવર્તક છે. (૨૨) મરણરૂપ હોવાથી જીવોને વિમન બનાવનારી છે. તે હિંસાના સ્વરૂપની વિવિધ અવસ્થાઓને બતાવનારા આ વિશેષણો છે. હિંસાના નામ : પર્યાયવાચી શબ્દ :- (૧) પ્રાણવધ (૨) શરીરથી (જીવનું) ઉન્મૂલન (૩) અવિશ્વાસ (૪) હિંસ્ય, વિહિંસા (૫) અકૃત્ય (s) ઘાત (૭) મારણ (૮) વધના (વધકારી) (૯) ઉપદ્રવ (૧૦) અતિપાત (૧૧) આરંભ–સમારંભ (૧૨) આયુષ્યનો ઉપદ્રવ (૧૩) મૃત્યુ (૧૪) અસંયમ (૧૫) કટકમર્દન (૧૬) વ્યપરમણ(પ્રાણોથી જીવ જુદો કરવો) (૧૭) પરભવમાં પહોંચાડવાવાળી (૧૮) દુર્ગતિમાં પાડવાવાળી ‘દુર્ગતિ પ્રપાતક’ (૧૯) પાપકોપ(પાપને ઉત્તેજિત કરાવવાવાળી) (૨૦) પાપ લોભ (પાપ પ્રતિ પ્રેરિત લુબ્ધ કરવાવાળી) (૨૧) છવિચ્છેદ (૨૨) જીવંતકર (૨૩) ભયંકર (૨૪) ૠણકર(ઋણને ચઢાવવાવાળી) (૨૫) વજ(આત્માને ભારે કરવાવાળી) (૨૬) પરિતાપ આશ્રવ (૨૭) વિનાશ (૨૮) નિર્યાપન(પ્રાણ સમાપ્ત કરવાવાળી) (૨૯) લંપન (૩૦) ગુણોની વિરાધક. કેટલાક નામ સમાન દેખાતા હોવા છતાં પણ પોતાની કંઈક વિશેષતાયુક્ત છે. હિંસકોના પાપકાર્ય :- પાપમાં આસક્ત કરુણાહીન તેમજ અન્ય પ્રાણીઓને પીડા પહોંચાડવામાં આનંદનો અનુભવ કરવાવાળા પુરુષ જલચર જીવ–મચ્છ, કચ્છ, દેડકો, ગ્રાહ, સુંસુમાર આદિ જીવોની ઘાત કરે છે. સ્થલચર–હાથી, ઘોડા, ગાય, બકરા, સસલા, હરણ આદિની ઘાત કરે છે. ઉરપરિસર્પ–સાપ આદિ, ભુજપરિસર્પ–નોળિયો, ઉંદર વગેરે અને ખેચર–ચકલી, કબૂતર પોપટ, હંસ, કુકડા વગેરે પંચેન્દ્રિય જીવોની હિંસા કરે છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય વગેરે વિવિધ દીન હીન પ્રાણીઓની પણ પાપી પુરુષ હિંસા કરે છે. હિંસાનું પ્રયોજન :– પાપી પ્રાણી નીચેના કારણે અને પોતાના સ્વાર્થોને લઈને જીવોની હિંસા કરે છે– (૧) ચામડા, માંસ, લોહી, નખ, દાંત, આંતરડા, શીંગડા આદિ શરીર અવયવોને માટે પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે. (૨) મધને માટે મધમાખીઓને હણે છે. (૩) શરીરની શાતા માટે માંકડ, મચ્છર આદિને મારે છે. આ રીતે પોતાના સ્વાર્થને માટે ઉંદર, ઉધઈ, અનાજના જીવ, સાપ, કૂતરા, વિંછી આદિ પ્રાણીઓનો વિનાશ કરે છે. (૪) રેશમ આદિ વસ્ત્રોને માટે અનેકાનેક બેઇન્દ્રિય કીડાઓનો ઘાત કરે છે. (૫) બીજા અનેક પ્રયોજનોથી ત્રસ પ્રાણીઓનો ઘાત કરે છે તથા પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોના આશ્રયમાં રહેતા થકા અનેક ત્રસ જીવોની જાણી જોઈને અથવા અજાણતા હિંસા કરતા રહે છે. તે અજ્ઞાની પ્રાણી આ અસહાય ત્રસ જીવોને, સ્થાવર જીવોને તેમજ સ્થાવર જીવોના આશ્રયમાં રહેલા ત્રસ જીવોને જાણતા નથી. કેટલાંક પ્રાણીઓના વર્ણ આદિ આશ્રયભૂત પૃથ્વી આદિની સમાન જ હોય છે તેથી તેમાંથી કેટલાક જીવો તો આંખથી પણ દેખાતા નથી. સ્થાવર જીવોની હિંસાનું પ્રયોજન : (૧) ખેતી માટે, કૂવા, વાવડી, તળાવ અથવા સરોવર બનાવવા માટે, મકાન બનાવવા માટે, વાસણ, ઉપકરણ બનાવવા માટે તથા આજીવિકાને માટે કેટલાય પ્રકારના ખનિજ પદાર્થોનું ઉત્પાદન અથવા વ્યાપાર કરવાને માટે પૃથ્વીકાયના જીવોની હિંસા કરવામાં આવે છે. (૨) સ્નાન, ભોજન બનાવવું, પીવા, ધોવા આદિ પ્રવૃત્તિઓમાં, ઘર કાર્યોમાં, આવાગમન માટે નાવ(હોડી)માં ચાલવા અથવા પાણીમાં તરવા આદિથી અપ્લાયના જીવોની હિંસા કરાય છે. પાણી પોતે જીવોના શરીરથી બને છે તેના ઉપયોગથી તે જીવોનો વિનાશ થાય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 228 (૩) ભોજન બનાવવા, દીવા આદિ જલાવવા તેમજ પ્રકાશ કરવાને માટે અથવા ઠંડીમાં તાપણા માટે તેમજ કોઈપણ પદાર્થને જલાવવા માટે અગ્નિકાયના જીવોની વિરાધના(હિંસા) કરાય છે. (૪) ધાન્યાદિને સાફ કરવા, હવા નાખવી, ફૂંકવું, હિંડોળા, વાહનનો ઉપયોગ અન્ય કાર્યો તેમજ શારીરિક પ્રવૃત્તિઓથી વાયુકાયની વિરાધના થાય છે. (૫) અનેક ઉપકરણ, શસ્ત્ર, મકાન તેમજ ભોજન સામગ્રી તથા ઔષધ, ભેષજ આદિને માટે વનસ્પતિના જીવોની વિરાધના કરાય છે. આ રીતે સંસારના સર્વ પ્રાણી પોતાના જીવનની આવશ્યકતાઓને માટે સ્થાવર જીવ–પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જીવોની હિંસા કરતા રહે છે. હિંસક જીવોનું માનસ :– હિતાહિતના વિવેકથી રહિત, સ્વવશ અથવા પરવશ થઈને, ક્રોધથી પ્રેરિત થઈને અથવા બીજા કષાય માન, માયા, લોભ, રાગ, દ્વેષ, સ્વાર્થ, મોહને વશીભૂત થઈને, હાસ્ય, વિનોદ, હર્ષશોકને આધીન થઈને અને કેટલાય અજ્ઞાની ધર્મ લાભના ભ્રમથી પણ ત્રસ–સ્થાવર જીવોની હિંસા કરે છે. ધીવર, અનાર્ય, મ્લેચ્છ તેમજ ક્ષુદ્ર તથા હિતાહિતના વિવેકથી રહિત પ્રાણી પંચેન્દ્રિય ત્રસ પ્રાણીઓની ઘાત કરે છે. તેના સિવાય જે જીવ અશુભ પરિણામ લેશ્યાવાળા છે તે પણ સંશી—અસંશી, પર્યાપ્ત—અપર્યાપ્ત જીવોને હણે છે. હિંસાના પરિણામ :– ઉપર કહેલ વિવિધ હિંસા કૃત્યોમાં ડૂબેલો(મગ્ન) જીવ તે કૃત્યોનો જીવનભર ત્યાગ કરતો નથી તેમજ તે હિંસક અવસ્થામાં જ મરી જાય છે. તેથી તેની દુર્ગતિ થાય છે. જેનાથી તે નરકગતિમાં અથવા તિર્યંચગતિ (પશુયોનિ)માં ઉત્પન્ન થાય છે ત્યાં પૂરેપૂરું જીવન દુઃખમાં જ પસાર કરે છે. નરકના દુઃખ :– (૧) ત્યાં હંમેશા ઘોર અંધકાર રહે છે. (૨) ઉંમર ઓછામાં ઓછી દશ હજાર વર્ષની હોય છે ઉત્કૃષ્ટ અસંખ્યાત વર્ષની અર્થાત્ ૩૩ સાગરોપમની હોય છે. (૩) ભૂમિનો સ્પર્શ જાણે એક સાથે હજાર વિંછી ડંખ આપે તેવો હોય છે. (૪) સર્વ ભૂમિ ઉપર માંસ, લોહી, પરૂ, ચરબી આદિ ઘૃણાસ્પદ વસ્તુઓ જેવા પુદ્ગલોના કીચડ જેવું બની રહે છે. (૫) ભવનપતિ જાતિના પરમાધામી દેવ નરકમાં જઈને ત્યાંના નૈરયિકોને ઉપદ્રવ આપી દુ:ખ આપતા રહે છે અને તે દેવ તેમાં જ આનંદ માને છે. (૬) એકબીજી ગલીમાં રહેલા કૂતરાની જેમ તે નૈરયિક એકબીજાને જોતા જ ઝઘડે છે અને પરસ્પર વૈક્રિય શક્તિથી દારૂણ દુઃખ આપે છે. (૭) નરકાવાસ હંમેશા ઉષ્ણ અને તપેલો રહે છે અને કેટલાક નરકાવાસ મહાશીતલ બરફની શિલાઓથી પણ ઘણા જ શીત હોય છે. (૮) ત્યાં નૈરયિક હંમેશા મહાન અસાધ્ય રાજરોગોથી ઘેરાયેલ રહે છે. વૃદ્ધાવસ્થાથી પણ હંમેશા ઘેરાયેલા રહે છે. (૯) તલવારની ધારની જેમ ભૂમિનો સ્પર્શ તીક્ષ્ણ હોય છે. (૧૦) ત્યાં લગાતાર દુ:ખ રૂપ વેદના ચાલુ જ રહે છે. પળભર પણ નૈરયિકોને શાંતિ મળતી નથી. (૧૧) ત્યાં હંમેશા અસહ્ય દુર્ગંધ વ્યાપ્ત રહે છે. (૧૨) શરીરના ટુકડે ટુકડા કરી દેવા છતાં પણ તે મરતા નથી, ફરી શરીર જોડાઈ જાય છે પરંતુ વેદના ભયંકર થતી રહે છે. (૧૩) ત્યાં તેને કોઈપણ ત્રાણભૂત અને શરણભૂત થતા નથી, પોતે જ પોતાના કરેલા કર્મોને પરવશ થઈને અને રોઈ રોઈને ભોગવે છે. શારીરિક અને માનસિક મહાન વ્યથાથી પીડિત થતા રહે છે. પરમાધામી દેવો દ્વારા અપાતા દુઃખ :– (૧) ઉપર લઈ જઈને પછાડે છે. (૨) શરીરના ટુકડે ટુકડા કરીને ભાંડમાં પકાવે છે. (૩) દોરડાથી, લપાટોથી, ગડદાથી મારે છે. (૪) આંતરડા, નસો આદિ બહાર કાઢી નાખે છે. (૫) ભાલા આદિમાં પરોવે છે. (૬) અંગોપાંગોને ફાડી નાખે છે, ટુકડા કરી નાખે છે. (૭) કડાઈમાં પકાવે છે. (૮) નારકી જીવના શરીરના ટુકડે ટુકડા કરીને તેના માંસને ગરમાગરમ કરીને તેને જ ખવડાવે છે. (૯) તલવારની ધાર જેવા તીક્ષ્ણ પત્રો ઉપર પછાડીને તલ જેવડા શરીરના ટુકડે ટુકડા કરી નાખે છે. (૧૦) તીક્ષ્ણ બાણોથી હાથ, કાન, નાક મસ્તક આદિ વિભિન્ન શરીર અવયવોને ભેદી નાખે છે. (૧૧) અનેક પ્રકારની કુંભીઓમાં પકાવે છે. (૧૨) (વેળુ)રેતીમાં ચણાની જેમ શેકી નાખે છે. (૧૩) માંસ, લોહી, પરુ, ઉકળતું તાંબુ, સીસું આદિ અતિ ગરમ પદાર્થોની ઉકળતી, ઊણતી વૈતરણી નદીમાં નૈયિકોને ફેંકી દે છે. (૧૪) વજ્રમય તીક્ષ્ણ કાંટાઓથી વ્યાપ્ત શાલ્મલી વૃક્ષ ઉપર અહીંથી તહીં ખેંચે છે ત્યારે તે કરુણ આક્રંદન કરે છે. (૧૫) દુઃખથી ગભરાઈને ભાગતા નૈયિકોને વાડામાં બંધ કરી દે છે. ત્યાં તે ભયાનક અવાજ કરતા થકા રાડો પાડે છે. (૨) રોટલીની જેમ શેકે છે, ટુકડે ટુકડા કરીને બલિની જેમ ફેંકી દે છે. ફેંદો નાંખીને લટકાવવામાં આવે છે. સૂળીમાં ભેદવામાં આવે છે. તિરસ્કાર કરાય છે, અપમાનતિ કરાય છે. પૂર્વ ભવના પાપોની ઘોષણા કરીને વધકને દેવામાં આવતા સેંકડો પ્રકારના દુઃખ દેવાય છે. (૩) દુઃખથી સંતપ્ત નારક જીવ આ પ્રકારે પુકાર કરે છે– હે બંધુ ! હે સ્વામિન! હે ભાઈ ! અરે બાપ ! હે પિતા ! હે વિજેતા, મને છોડી દો. હું મરી રહ્યો છું, હું દુર્બલ છું, હું વ્યાધિથી પીડિત છું, આપ કેમ નિર્દય થઈ ગયા છો ? મારા ઉપર પ્રહાર ન કરો અને થોડોક શ્વાસ લેવા દો, દયા કરો, રોષ ના કરો, હું જરા આરામ કરી લઉં, મારુ ગળું છોડી દો, હું મરી જાઉં છું. આ રીતે દીનતાપૂર્વક પ્રાર્થના કરે છે. (૪) ૫૨માધામી તેને નિરંતર પીડા આપે છે. તરસથી દુઃખી થઈને પાણી માગવા પર તપેલા લોઢા, સીસાને પિગાળીને આપે છે અને કહે છે– લ્યો ઠંડુ પાણી પીઓ અને ફરી જબરદસ્તીથી મોઢું ફાડીને તેના મુખમાં સીસું રેડી દે છે. આ રીતે પરમાધામી તેને ઘોરાતિઘોર માનસિક, શારીરિક દુઃખ અને વચન દ્વારા વિશેષ પ્રકારે પીડિત કરે છે. (૫) જાજ્વલ્યમાન અગ્નિથી તપેલા લોખંડમય રથમાં બળદની જગ્યાએ જોડીને ચલાવે છે, ભારે વજનદાર ભાર વહન કરાવે છે. કાંટાથી વ્યાપ્ત માર્ગમાં તપેલી રેતીમાં ચલાવે છે. (૬) તે નારકી જીવ સ્વયં વિવિધ શસ્ત્રોની વિકુર્વણા કરીને એકબીજા નૈરયિકોના મહાદુ:ખોની ઉદીરણા કરતા રહે છે. (૭) ઘેટાં, ચિત્તા, બિલાડી, સિંહ, વાઘ, શિકારી કૂતરા, કાગડા આદિ રૂપ બનાવીને પણ નૈયિકો ઉપર પરમાધામી દેવ આક્રમણ કરતા રહે છે. શરીરને ફાડી નાખે છે. નખથી ચીરી નાખે છે. પછી ઢંક ને કંક(કાગડો) તથા ગીધ બનેલા નરકપાલ તેના પર ચડી બેસે Page #229 -------------------------------------------------------------------------- ________________ jainology 229 આગમસાર છે. ક્યારેક જીભ ખેચે છે તો ક્યારેક આંખ બહાર કાઢી નાખે છે આ પ્રકારની યાતનાઓથી દુઃખિત નારક જીવ ક્યારેક ઉપર ઉછળે. છે ક્યારેક ચક્કર મારે છે તેમજ (કિંકર્તવ્ય)હવે હું શું કરું? વિમૂઢ(વિવેકહીન) બની જાય છે. આ પ્રકારે તે નારક જીવ પોતાની પૂર્વકૃત હિંસક પ્રવૃત્તિઓનું દાણ ફળ ભોગવે છે. (૮) આ ભયાનક કરુણાજનક યાતનાઓને જાણીને વિવેકી પુરુષોએ માનવભવમાં બેભાન બનીને હિંસાજન્ય પ્રવૃત્તિઓમાં તલ્લીન બનવું ન જોઈએ પરંતુ સાવધાન થઈને અહિંસામય જીવન જીવવાનો દઢ સંકલ્પ કરવો જોઇએ. તિર્યંચ યોનિ(પશુ જીવન)ના દુઃખ:પાપોથી ભારે બનેલ જીવ તિર્યંચ યોનિમાં દુઃખોથી ઘેરાયેલ રહે છે. પ્રાણીઓમાં પરસ્પર જન્મજાત વેરભાવ હોય છે. કૂતરા, બિલાડી, ઉદર, તેતર, બાજપક્ષી, કબૂતર આદિ જીવ જીવના ભક્ષક બનતા રહે છે. રાત-દિવસ એક બીજાને તાકીને રહે છે. હિંસક માંસાહારી પ્રાણી તો બીજા જીવોના ભક્ષણથી જ પોતાનાં પેટનું પોષણ કરે છે. કેટલાય જીવ ભૂખ-તરસ કે વ્યાધિની વેદનાનો કોઈપણ રીતે પ્રતિકાર કરી શકતા નથી. કેટલાય પશુઓને ગરમ સળીયાઓથી ડામ દેવાય છે, મારપીટ કરાય છે, નપુંસક બનાવાય છે, ભાર વહન કરાવાય છે, તેમજ ચાબુકોથી માર મારીને અધમૂઆ કરી દેવાય છે. આ સર્વ યાતનાઓને ચુપચાપ(મૂંગે મોઢે) સહન કરવી પડે છે. ઉદંડતા કરવા પર વધારે આપત્તિઓનો સામનો કરવો પડે છે. કેટલાય માંસાહારી લોકો પશુપક્ષીઓનો અત્યંત નિર્દયતાપૂર્વક વધ કરે છે. બકરા, મરઘી, ઘેટાં આદિના માંસને વેચવાનો ધંધો કરનારા કસાઈ પણ તેને પ્રાણથી રહિત રોજ કરતા રહે છે. આ પ્રકારે મૂક પશુ ભયપૂર્વક યાતનાઓને ભોગવે છે. પશુજીવન કષ્ટોથી પરિપૂર્ણ છે. કેટલાંય જીવ માખી, મચ્છર, ભ્રમરા, પતંગિયા આદિ ચૌરેન્દ્રિય યોનિમાં દુઃખ પામે છે. કેટલાય કીડા, મકોડા આદિ તે ઇન્દ્રિય જીવ બનીને અજ્ઞાનદશામાં દુઃખ પામતા જ રહે છે. આ જ રીતે કરમિયા આદિ બેઇન્દ્રિય યોનિમાં જીવ દુઃખ પામે છે. પાંચ સ્થાવર, પૃથ્વી, પાણી, અગ્નિ, હવા તેમજ વનસ્પતિની વિવિધ યોનિઓમાં જીવ બેભાન અવસ્થામાં દુઃખ ભોગવતા રહે છે. પાપકર્મથી ભારે બનેલ જીવ મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને પણ આંધળા, લંગડા, કુબડા, મૂંગા, બહેરા અથવા કોઢ આદિ રોગોથી વ્યાખ, હીનાંગ, વિકલાંગ, કુરૂપ, કમજોર, શક્તિહીન, મૂર્ખ, બુદ્ધિહીન, દીન-હીન, ગરીબ થઈને ભોગવે છે. આ પ્રકારે હિંસક જીવ કુગતિઓમાં ભ્રમણ કરી દુ:ખ ભોગવતા રહે છે. બીજું અધ્યયન મૃષાવાદ મૃષાવાદનું સ્વરૂપ - બીજું આશ્રવ દ્વાર છે– અસત્યવચન, મિથ્યાવચન. તે ગુણ ગરિમા રહિત, હલ્કા, ચંચળ, ઉતાવળા લોકો દ્વારા બોલવામાં આવે છે. તે વ્યથા (પીડા)ને ઉત્પન્ન કરનાર, દુઃખને ઉત્પન્ન કરનાર, અપયશકારી તેમજ વૈરને ઉત્પન્ન કરનાર છે. હર્ષ, શોક, રાગ, દ્વેષ અને માનસિક સંક્લેશને આપનારા, શુભફળથી રહિત, ધૂર્તતા અને અવિશ્વસનીય વચનોની પ્રચુરતાવાળા, નીચ માણસોથી લેવાયેલ છે, તે નૃશંસ–દૂર તેમજ નિંદિત અને અપ્રીતિકારક છે. સમસ્ત સાધુજનો અને પુરુષો દ્વારા નિંદિત છે, બીજાને પીડા કરનાર છે, કૃષ્ણલેશ્યા- વાળો જીવ તેનો પ્રયોગ કરે છે. તે દુર્ગતિને વધારનાર તેમજ લાંબા સમયથી પરિચિત્ત છે, તેના કર્મો નિરંતર સાથે ચાલનારા છે, ભવભ્રમણ કરાવનારા છે, તેનો અંત મુશ્કેલીથી થાય છે અર્થાત્ મુશ્કેલીથી છૂટે છે. અસત્યના પર્યાયવાચી શબ્દ:- (૧) અલીક (૨) શઠ (૩) અન્યાય(અનાય) (૪) માયામૃષા (૫) અસત્ય (5) કૂડકપટ–અવસ્તક (૭) નિરર્થક–અપાર્થક (૮) વિષ–ગહણીય (૯) અનુજક–સરળતા રહિત (૧૦) માયાચારમય (૧૧) વંચના (૧૨) મિથ્યા પશ્ચાત્ કૃત્ય-પાછળ કરી દેવા યોગ્ય, ત્યાજ્ય (૧૩) સાતિ– અવિશ્વાસનું કારણ (૧૪) ઉછન્ન- સ્વદોષ અને પર ગુણ આચ્છાદક (૧૫) ઉસ્કૂલ- સન્માર્ગથી પાડનાર (૧૬) આર્ત (૧૭) અભ્યાખ્યાન (૧૮) કિલ્વેિષ (૧૯) વલય-ચક્કરદાર, ગોલમાલ (૨૦) ગહન (૨૧) મન્મન–અસ્પષ્ટ (૨૨) નૂમ- ઢાંકનાર (૨૩) નિયડિ-છુપાવનારા (૨૪) અપ્રત્યય (૨૫) અસમય (૨૬) જૂઠી પ્રતિજ્ઞાનું કારણ (૨૭) વિપક્ષ (૨૮) અપીક-નિંદિત બુદ્ધિથી ઉત્પન્ન (ર૯) ઉપધિ અશુદ્ધ-માયાચારથી અશુદ્ધ (૩૦) અપલોપ-વાસ્તવિક સ્વરૂપનો લોપક. આ નામોથી અસત્યના અનેક રૂપ પ્રગટ થાય છે. ખોટું બોલવાવાળા - (૧) પાપી, સંયમ વિહીન, અવિરત, કપટ, કુટિલ, કર્ક, અસ્થિર ચિત્તવાળા, ક્રોધ, લોભ, હાસ્ય, ભયને આધીન બનેલા, વ્યાપારી, જુગારી, વ્યસની, શિલ્પી, ચોર, ચાડીખોર, કારીગર, ઠગ, ધૂર્ત, ડાકુ, રાજકર્મચારી, સાહૂકાર, ઋણિ, અવિચારક, બુદ્ધિમાન, મૂર્ખ, ખોટીમતિ, કુલિંગી, નિરંકુશ, જેમ તેમ બોલનારા આ લોકો બધા અસત્ય બોલનારા છે. (૨) નાસ્તિકવાદી–શૂન્યવાદી, પંચસ્કંધવાદી, બૌદ્ધ, મનજીવવાદી, વાયુજીવ- વાદી, ઈડાથી સંસારની ઉત્પત્તિ માનનારા, અસદ્ ભાવવાદી, ઈશ્વર કતૃત્વ વાદી, એકાત્મવાદી, અકર્તુત્વવાદી, યદચ્છાવાદી, સ્વભાવવાદી, વિધિવાદી, નિયતિવાદી, પુરુષાર્થવાદી, કાલવાદી, આ બધા મિથ્યાવાદી છે અર્થાત્ આ સર્વે ય એકાંત ભાષણ કરનારા અથવા અનર્ગલ અતર્કસંગત ભાષણ કરવાથી મિથ્યાભાષી છે. (૩) અનેક પ્રકારના મિથ્યા આક્ષેપ લગાવનારા, ઈર્ષ્યા-દ્વેષવશ અને સ્વાર્થવશ ખોટું બોલે છે. તેઓ ગુણોની પરવાહ નહિ કરીને ખોટું ભાષણ કરવામાં કુશળ, બીજાના દોષોને મનથી કલ્પના કરીને બોલનાર તેઓ અત્યંત ગાઢ કર્મોથી આત્માને ભારે કરે છે. (૪) કેટલાક લોકો ધનને માટે, કન્યાને માટે, ભૂમિને માટે, પશુઓને માટે ખોટું બોલે છે; ખોટી સાક્ષી આપે છે. આ રીતે લોકો અધોગતિમાં લઈ જવાવાળા મિથ્યા ભાષણનું સેવન કરતા રહે છે. (૫) કેટલાક લોકો પાપકારી સલાહ અથવા પાપકાર્યને પ્રેરણા મળે તેવા વચન બોલીને હિંસાને પ્રોત્સાહન આપે છે. તેના તે હિંસક વચન પણ અસત્ય વચન કહેવાય છે, કારણ કે બીજાને પીડા કરનાર વચન સત્ય કહેવામાં આવતા નથી. (૬) કેટલાંક લોકો જવાબદારીથી, સમજણ વગર, લોભથી, ક્રૂરતાથી, અથવા સ્વાર્થથી હિંસક આદેશ-ઉપદેશ નિર્દેશ કરે છે. તે પણ અસત્ય વચનની ગણતરીમાં આવે છે. તેમાં ત્રસ, સ્થાવર બધા જીવોના ઘાતક આદેશ-પ્રત્યાદેશનો સમાવેશ થાય છે. (૭) યુદ્ધ સંબંધી આદેશ-પ્રત્યાદેશનો પણ ખોટા વચનમાં સમાવેશ થાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 230 (૮) આ બધા અસત્ય તેમજ હિંસક વચન, વચનક્રિયાની અપેક્ષા બીજો આશ્રવ છે અને જીવને વિવિધ ગતિઓમાં ભયંકર યાતનાઓને દેવાવાળા છે. મૃષાવાદનું ભયાનક ફળ :- (૧) બધા પ્રકારના ઉપર કહેલ અસત્ય વચન, હિંસક વચન, અસત્ય આક્ષેપ આદિનો પ્રયોગ કરવાવાળા, પ્રથમ આશ્રવ દ્વારમાં વિસ્તારથી કહી ગયેલ નરકાદિ દુર્ગતિઓની યાતનાઓને લાંબા સમય સુધી પ્રાપ્ત કરે છે તેના સિવાય નિમ્ન અવસ્થાઓને પણ પ્રાપ્ત કરે છે. (૨) તે મનુષ્ય ભવમાં પરાધીન જીવન તેમજ ભોગોપભોગની સામગ્રીથી રહિત જીવન પ્રાપ્ત કરે છે. તેની ચામડી ચીરા(ફાટ), ધાધર, ખુજલી આદિથી ફાટેલી રહે છે, પીડા આપતી રહે છે. તે કુરૂપ અને કઠોર સ્પર્શવાળા થાય છે. અસ્પષ્ટ અને નિષ્ફળ વાણીવાળા થાય છે, રતિરહિત મલિન અને સાર વગરના શરીર– વાળા થાય છે. તેનો સત્કાર થતો નથી. તે દુર્ગંધથી વ્યાપ્ત, અભાગી, એકાંત, અનિષ્ટ સ્વરવાળા, ધીમા અને ફાટેલા અવાજવાળા હોય છે. તે બીજા દ્વારા સતાવાય અથવા ચીડાવાય છે. તે જડ, બહેરા, મૂંગા, આંધળા અને તોતડું બોલવાવાળા થાય છે. વિકૃત ઇન્દ્રિયોવાળા તેમજ કુળ-ગોત્ર અથવા કાર્યથી નીચ થાય છે. તેને નીચ લોકોના નોકર અથવા દાસ બનવું પડે છે. સર્વ જગ્યાએ નિંદા તેમજ ધિક્કારને પાત્ર થાય છે. તે દુર્બુદ્ધિવાળા હોય છે. લૌકિક અને લોકોત્તર આગમ સિદ્ધાંતોના શ્રવણ તેમજ જ્ઞાનથી રહિત થાય છે અને ધર્મબુદ્ધિથી પણ રહિત થાય છે. (૩) આ પ્રકારે તે ખોટું બોલનારા લોકો કર્મવિપાકથી અસત્યની અગ્નિમાં બળતાં અધિકાધિક અપમાન, નિંદા, દોષારોપણ, ચુગલી, કૂટને પ્રાપ્ત કરે છે. ગુરુજનો, બંધુઓ, સ્વજનો, મિત્રો દ્વારા ધારદાર વચનોથી અનાદરને પ્રાપ્ત કરતા રહે છે, મનને સંતાપ દેનારા, જીંદગીભર શાંત ન થનારા, આરોપો, મિથ્યા આરોપોને પ્રાપ્ત કરે છે, મર્મવેધી તર્જનાઓ, તાડનાઓ અને તિરસ્કારને પ્રાપ્ત કરે છે. મૃષાવાદના કારણે તેને સારા ભોજન વસ્ત્રાદિ પણ નસીબ(ભાગ્ય)માં હોતા નથી. (૪) ભાવાર્થ અથવા સાર એ છે કે મૃષાવાદી ક્યાંય પણ આદર–સન્માન પામતા નથી, શરીરથી, વચનથી આકુળ–વ્યાકુળ રહે છે, ખોટા દોષનું આરોપણ પ્રાપ્ત કરીને સંતાપ–સંકલેશની જ્વાળાઓમાં નિરંતર બળતા રહે છે. દીનતા અને દરિદ્રતા તેનો ભવોભવ પીછો છોડતા નથી. લોકોની પણ ઘૃણા અને નિંદાને પાત્ર બને છે. એવા ભયંકર દુઃખ અનેક ભવો સુધી ભોગવવા પડે છે. (૫) આ રીતે મૃષાવાદના કડવા પરિણામને જાણીને વિવેકી પુરુષોએ મનને ક્ષણિક ખોટો સંતોષ દેનારા અસત્યાચરણને પૂર્ણરૂપે તિલાંજલિ દેવી જોઇએ. જીવનને સત્ય પર દઢ પ્રતિજ્ઞ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. ત્રીજું અધ્યયન : અદત્તાદાન(ચોરી) જે વસ્તુ વાસ્તવમાં પોતાની નથી, પરાઈ છે, તેને તેના સ્વામીની સ્વીકૃતિ, અનુમતિ વગર લેવી અથવા પોતાના અધિકારમાં કરી લેવી અદત્તાદાન છે. ચોરી કર્મ છે. આ ત્રીજું અધર્મદ્વાર અથવા આશ્રવદ્વાર છે. અદત્તાદાન–ચોરીનું સ્વરૂપ :– આ ચૌર્યકર્મ બીજાના હૃદયને બાળનાર, મરણભયથી યુક્ત છે, પર ધનમાં મૂર્છા, લોભ જ તેનું મૂળ છે; રાત્રિ રૂપ અકાલમાં સેવ્ય છે. ચોરના નિવાસ, છુપાવાના સ્થાન પણ પર્વત ગુફા આદિ વિષમ હોય છે. કલુષિત– અધોગતિને દેનાર બુદ્ધિવાળાઓનું અને અનાર્ય પુરુષોનું આ આચરણ છે; કીર્તિ પ્રતિષ્ઠામાં પાણી ફેરવનાર, રાજા આદિ દ્વારા વિપત્તિ કે દંડ પ્રાપ્ત કરાવનાર, મનુષ્યોને છેતરનાર, ધોખો દેનાર– નિર્દયતા પૂર્ણ કાર્ય છે, રાજપુરુષો, ચોકીદાર, કોટવાલ, પોલિસ આદિ દ્વારા રોકવામાં આવે તેવું, સાધુ પુરુષોથી નિંદિત ને ગર્વિત છે, પ્રિયજનો અને મિત્રોમાં વૈરભાવ, વૈમનસ્ય, ઉત્પન્ન કરનાર કાર્ય છે, અનેક લડાઈ–ઝઘડા, યુદ્ધ—સંગ્રામનું જનક છે, દુર્ગતિ દેનાર ભવભ્રમણ કરાવનાર, લાંબાકાળથી પરિચિત્ત હોવાથી(પૂર્વના અનેક ભવોના સંસ્કારોના કારણે) તેનો ત્યાગ કરવો દુષ્કર છે, અંતમાં તે ચૌર્યકર્મ પરિણામે ભયંકર દુઃખદાયી છે. અદત્તાદાનના પર્યાયવાચી શબ્દ :– (૧) ચૌરિક્ય (૨) પરહડ (૩) અદત્ત (૪) ક્રૂરકર્મ (૫) પરલાભ (૬) અસંયમ (૭) ૫૨ધનમાં આસક્તિ (૮) લોલુપતા (૯) ચોરીપણું (૧૦) ઉપહાર (૧૧) હસ્તલઘુત્વ-કુત્સિત હાથ, ઉઠાઉ હાથ (૧૨) પાપકર્મ (૧૩) એન્ય (૧૪) હરણ વિપ્રણાસ (૧૫) પરધન ગ્રાહક (૧૬) ધનલૂંટક (૧૭) અપ્રત્યય (૧૮) અવપીડ–પીડાને ઉત્પન્ન કરનાર (૧૯ થી ૨૧) આક્ષેપ– પ્રક્ષેપ–સવિશેષ– બીજાની વસ્તુને ઝપટવી, છીનવી લેવી, ફેંકી દેવી, જ્યાં ત્યાં કરી દેવી, નાશ કરી નાખવી. (૨૨) ફૂટતા—બેઈમાની (૨૩) કુલમસિ– કલંકકારી (૨૪) કાંક્ષા–તીવ્ર ઇચ્છા ચાહના (૨૫) લાલપના, પ્રાર્થના, નિંદિત લાભની અભિલાષા (૨૬) વ્યસન વિપત્તિઓનું કારણ (૨૭) ઇચ્છામૂર્છા (૨૮) તૃષ્ણાગૃદ્ધિ (૨૯) નિકૃતિકર્મ-કપટપૂર્વકનું આચરણ (૩૦) અપરાક્ષ–બીજાઓની નજરથી બચાવવાનું કાર્ય. ચૌર્ય કર્મના વિવિધ પ્રકાર :- (૧) કોઈ છુપાઈને ચોરી કરે, કોઈ સામે પ્રહાર આક્રમણ કરીને ચોરી કરે છે, મંત્ર પ્રયોગ કરીને પણ ચોરી કરે છે. કોઈ ધન લૂંટે છે, કોઈ પશુ, તો કોઈ સ્ત્રીઓ અથવા પુરુષોનું અપહરણ કરે છે, કોઈ રસ્તામાં ચાલતાં મુસાફરોને લૂંટે, તો કોઈ શસ્ત્રના બળથી રાજાઓના ખજાનાને લૂંટે છે. (૨) મહાન ધન, સંપત્તિ, ઐશ્વર્યના સ્વામી રાજા લોકો પણ અસંતોષવૃત્તિના શિકાર થઈને, બીજાઓના ધનની લાલસાથી એક બીજા રાજ્ય પર આક્રમણ કરીને મહાસંગ્રામ દ્વારા જનસંહાર કરાવીને બીજાનું ધન લૂંટીને આનંદ માને છે. આ ધનના લોભનું આંધળાપણું છે જેનાથી તેના વિવેક નેત્ર બંધ થઈ જાય છે. (૩) કેટલાય જંગલોમાં, પહાડોમાં, અટવીઓમાં રહેવાવાળા શસ્ત્રો રાખનારા ચોર હોય છે, તેને સેનાપતિ પણ હોય છે. તેઓ આજુબાજુના રાજ્યોમાં ચોરીઓ કરતાં જ રહે છે. મનુષ્યોની હિંસા કરે છે. સમય આવવા પર રાજ્યસૈન્યનો સામનો કરીને પરાસ્ત પણ કરે છે. (૪) કેટલાય ડાકૂ લોકો ,૫૨ ધનને માટે જ્યાં—ત્યાં આક્રમણ કરે છે. સમુદ્રમાં રહેનાર ચાંચિયા પણ લોકોને મારીને લૂંટી લે છે. જહાજોને પણ નષ્ટ ભ્રષ્ટ કરી નાખે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ jainology 231 આગમસાર (૫) કેટલાય દયાથી શૂન્ય હૃદયવાળા, પરલોકની ચિંતા ન કરવાવાળા, ગામ, નગર આદિને લૂંટીને, મારકૂટ કરીને ઉજ્જડ જેવું કરી નાખે છે. (૬) આ રીતે વિવિધ પ્રકારના ચોર પાપકર્મોનો સંચય કરે છે જેને નરકગતિમાં ભોગવ્યા વગર છુટકારો મળતો નથી. જંગલ આદિમાં ભટકતા રહે છે, ત્યાં પણ તેઓ ભૂખ તરસ થાકથી પીડિત થાય છે. ક્યારેક માંસ, મડદા, કંદમૂળ આદિ જે કાંઈ મળે તે ખાઈને ગનીમત સમજે છે. તેઓ હંમેશા ગભરાયેલા, ચિંતાવાળા, ભયથી આક્રાંત બનેલા અને આકુળ–વ્યાકુળ થતા રહે છે. (૭) આ પ્રકારના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે આ આશ્રવ દ્વારમાં સ્થૂલ ચૌર્ય કર્મનું વર્ણન છે જેનો શ્રાવક ત્યાગ કરે છે, પરંત સાધને ત્યાગ કરવા યોગ્ય સૂક્ષ્મ અદત્તનું અહીં કથન કરવામાં આવ્યું નથી. તે અદત્તથી પણ કર્મબંધન અને આશ્રવ તો થાય જ છે, પરંતુ અહીં જે બીભત્સ(ભયંકર) પાપ આશ્રવની અને સ્થૂલ અદત્ત ચૌર્યકર્મની અપેક્ષા છે તેમાં અતિચારરૂપ સ્તન્ય કર્મનો અથવા સૂક્ષમ અદત્તનો સમાવેશ નથી. ચૌર્ય કર્મનું આ ભવમાં દુઃખદ પરિણામ – (૧) ચૌર્ય કર્મ કરતાં ચોર જ્યારે પકડાઈ જાય છે ત્યારે તેને બંધનોથી બાંધી દેવામાં આવે છે, મારપીટ કરવામાં આવે છે, અધિકારીઓને સોંપવામાં આવે છે. જેલમાં પૂરી દેવામાં આવે છે, ત્યાં તેને લાકડીથી મારે છે. ગરદન અથવા ડોક પકડીને, ધક્કા દઈને અથવા મારીને, પછાડે છે. તાડના-તર્જના આદિ કરવામાં આવે છે, વસ્ત્ર છીનવી લે છે, હાથકડી નાખવામાં આવે છે, બેડી, સાંકળથી બાંધવામાં આવે છે, પાંજરામાં, ભોયરામાં જકડીને નાખી દેવામાં આવે છે, અંગોમાં ખીલા ઠોકી દેવામાં આવે છે, બળદોની જગ્યાએ જોડે છે અથવા ગાડીના પૈડા સાથે બાંધી દે છે, થાંભલા સાથે બાંધે છે, ઊંધા લટકાવે છે વગેરે અનેક બંધનોથી પીડા આપવામાં આવે છે. (૨) સોયો ખૂંચાડવામાં આવે છે. વસુલોથી(છરીઓથી) શરીરને છોલવામાં આવે છે. ક્ષાર પદાર્થ, લાલ મરચા આદિ તેના પર છાંટે છે, લોખંડના અણીદાર દંડા તેના છાતી, પેટ, ગુદા અને વાંસામાં ભોકે છે. આ રીતે ચોરી કરનારાઓના અંગ-પ્રત્યંગના ચૂરેચૂરા કરી નાખે છે. યમદૂતોની સમાન જેલના કર્મચારી મારપીટ કરે છે. આ રીતે તે મંદ પુણ્યવાળા, અભાગી, ચોર જેલમાં લપાટો, મુક્કાઓ, ચર્મપટ્ટાઓ, તીક્ષ્ણ શસ્ત્રો, ચાબુકો, લાતો, જાડા દોરડાઓ, નેતરના વગેરે સેંકડો પ્રહારથી પીડિત થઈને મનમાં ઉદાસ, ખિન્ન થઈ જાય છે, મૂઢ બની જાય છે, તેના જાડો- પેશાબ, બોલવું, ચાલવું, ફરવું બંધ કરી દેવામાં આવે છે. આ પ્રકારની યાતનાઓને અદત્ત ચોર્યકર્મ કરવાવાળા પાપી પ્રાપ્ત કરે છે. (૩) તે ચોર ૧. ઇન્દ્રિયોનું દમન નહીં કરી શકવાથી, ઈન્દ્રિયોનો દાસ બનવાથી, ૨. ધન લોલુપ હોવાથી ૩. શબ્દાદિ સ્ત્રી વિષયોમાં આશક્ત હોવાથી, તૃષ્ણામાં વ્યાકુળ થઈને ધન પ્રાપ્તિમાં જ આનંદ માનીને ચોરી કર્મ કરે છે, પરંતુ જ્યારે રાજસેવકો દ્વારા પકડાઈ જાય છે ત્યારે મૃત્યુદંડની પણ સજા દેવામાં આવે છે, નગરમાં પ્રસિદ્ધ સ્થળે, ચોરા પર લાવીને મારપીટ કરાય છે. (૪) ઘસડવામાં આવે છે, ફાંસી પર લઈ જવામાં આવે છે, બે કાળા વસ્ત્ર પહેરાવવામાં આવે છે, વિવિધ રીતે અપમાન કરાય છે, કોલસાના ભૂકાથી આખા શરીર પર લેપ કરવામાં આવે છે, તલ જેવા તેના પોતાના શરીરના ટુકડા કરીને જબરદસ્તીથી તેનેજ ખવડાવે છે. આ રીતે નગરમાં ફેરવીને નગરજનોને દેખાડવામાં આવે છે, પત્થર આદિથી માર મરાય છે. પછી તે અભાગીને શૂળીમાં પરોવવામાં આવે છે જેનાથી તેનું શરીર ચિરાઈ જાય છે. વધસ્થાનમાં કેટલાક ના ટુકડે ટુકડા કરી દેવામાં આવે છે, વૃક્ષોની ડાળીઓ પર લટકાવવામાં આવે છે, હાથપગને ખચકાવીને બાંધી દેવામાં આવે છે, પર્વત ઉપરથી ફેંકી દેવામાં આવે છે, હાથીના પગની નીચે કચડીને કચુંબર કરી નાખે છે, કેટલાયના નાક, દાંત, અંડકોશ ઉખાડી દેવામાં આવે છે, જીભ ખેંચીને બહાર કાઢી નાખે છે, કોઈકના અંગોપાંગ કાપીને દેશનિકાલ કરે છે, કેટલાય ચોરોને યાવજીવન જેલમાં રાખીને પીડા દેવામાં આવે છે. ત્યાં તેને કોઈ પણ શરણ આપતું નથી. અંતમાં તે ત્યાં જ મરી જાય છે. આવી દુર્દશા અહીં મનુષ્ય લોકમાં ચોર ભોગવે છે. જો તે ચોર પહેલેથી જ આવી યાતનાઓની કલ્પના કરી લે અને ચોરીનું કાર્ય ન કરે તો દુઃખ આવતું નથી. એટલાથી શું ! હજુ તો તેને નરકાદિ દુર્ગતિઓની વેદના ભોગવાની બાકી છે. અર્થાત્ ત્યાંથી તે ખરાબ મૃત્યુ પામીને ક્લિષ્ટ–આર્ત પરિણામોથી નરકગતિમાં ઉત્પન્ન થાય છે. પ્રથમ આશ્રવ દ્વારમાં કહેવાયેલ ભયંકર વેદનાઓને ત્યાં નરકમાં ભોગવે છે. પછી ક્રમશઃ ભવોભવ નરક, તિર્યંચ ગતિમાં દુઃખ ભોગવતો જ રહે છે. બાકી રહેલા કર્મવાળા તે ચોર ક્યારેક મનુષ્ય પણ બને છે તો ત્યાં સુખ, ભોગ સામગ્રી તેમજ ધન આદિ તેને લાખ પ્રયત્ન કરવા છતાં પણ મળતા નથી; કઠિન પરિશ્રમ કરવા છતાં પણ અસફળતા જ મળે છે; તેને ન મળે સુખ કે ન મળે શાંતિ, ફક્ત દુઃખ અને દીનતામાં જ જીવન પસાર કરે છે. (૫) આ પ્રકારે અદત્તાદાનના પાપથી ભારે કર્મ બનેલ તે બિચારો વિપુલ દુઃખોની અગ્નિમાં બળતો રહે છે. એવા અદત્ત પાપ અને તેના પરિણામને જાણીને વિવેકી પુરુષોએ સુખી થવા માટે પારકા ધનને ધૂળ બરાબર સમજીને નેકનીતિ (પ્રમાણિકતા)થી પ્રાપ્ત પોતાની સંપત્તિમાં જ સંતોષી અને સુખી રહેવું જોઇએ. મરવું પડે તો મરી જવા તૈયાર થવું પણ ચોરીનું કામ કરવું જોઇએ નહિ. ચોથું અધ્યયન અબ્રહ્મચર્ય અબ્રહ્મચર્યનું સ્વરૂપ :- ચોથું આશ્રવ દ્વાર છે અબ્રહ્મ કુશીલ. તેનું દેવોમાં, મનુષ્યોમાં, પશુઓમાં, અર્થાત્ સમસ્ત સંસારના પ્રાણીઓમાં સામ્રાજ્ય છે અર્થાત્ બધાં જ પ્રાણી આ કામની, અભિલાષાથી વ્યાપ્ત છે. તે પ્રાણીઓને ફસાવનારા કિચડની સમાન છે, પાશ તેમજ જાળની સમાન છે. આત્માને પતિત કરાવનાર, અનેક અનર્થોનું મૂળ, દોષોને ઉત્પન્ન કરાવનાર, સંસારને વધારનાર છે, મોહકર્મની સંતતિને વધારવાવાળા, તપ, સંયમના વિધાતક, બાધક, આત્મ શક્તિથી કાયર તેમજ નિમ્ન પુરુષો દ્વારા સેવિત, વૃદ્ધાવસ્થા મરણ રોગ-શોકનું ભોજન છે. વીતરાગી તેમજ વીતરાગ માર્ગ પર ચાલવાવાળા શ્રમણ શ્રમણીઓને માટે ત્યાજ્ય તેમજ નિદિત છે. વધ બંધનની દશાઓને પ્રાપ્ત કરાવનાર, પરિવાર, પરિચય અને સંસારના પ્રવાહને વધારનાર તેમજ પોષણ કરનાર છે. અનાદિનો પરિચિત્ત અને અભ્યસ્ત દૂષણ છે, આત્મ વિકાર રૂપ છે. દઢ મનોબળ તેમજ સંકલ્પ થવા છતાં પણ કઠિનાઈથી તેનો અંત થાય છે. અર્થાત તેનો ત્યાગ કરવો અને તેમાં સફળતા મળવી અત્યંત દુર્લભ છે. સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ તેની Page #232 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 232 નિશાની છે. અલગ-અલગ રૂપ છે. કર્તવ્યના બોધને, હિતાહિતના વિવેકને નષ્ટ કરનાર છે. બુદ્ધિને વિપરીત અથવા ભ્રષ્ટ કરનાર છે. અધર્મનું મૂળ તેમજ મોક્ષ સાધનાને માટે બિલકુલ વિપક્ષ, વિરોધી છે. અબ્રહ્મના ત્રીસ પર્યાયવાચી શબ્દ :- (૧) અબ્રહ્મ (૨) મૈથુન (૩) ચરંત(સર્વત્ર વ્યાપ્ત) (૪) સંસર્ગિક (૫) સેવનાધિકાર (૨) સંકલ્પી (૭) સંયમબાધક (૮) દર્પ-ઈન્દ્રિયોના પુષ્ટ થવાથી ઉત્પન્ન થનાર (૯) મૂઢતા (૧૦) મન સંક્ષોભ (૧૧) અનિગ્રહ (૧૨) વિગ્રહ (૧૩) વિઘાત(આત્મગુણનાશક) (૧૪) વિભંગ (૧૫) વિશ્વમ(બુદ્ધિ વિભ્રમ) (૧૬) અધર્મ (૧૭) અશીલતા (૧૮) ગ્રામ ધમે-તૃપ્તિ- ઇન્દ્રિય પોષક (૧૯) રતિક્રીડા (૨૦) રાગ ચિતા (૨૧) કામ-ભાંગ માર (૨૨) વૈર (૨૩ (૨૩) રહસ્ય (૨૪) ગુહ્ય (૨૫) બહુમાન(બહુ જ માન્ય છે) (૨૬) બ્રહ્મચર્ય વિઘ્ન (૨૭) વ્યાપત્તિ-આત્માના સ્વાભાવિક ગુણોનો વિનાશક (૨૮) વિરાધના (૨૯) પ્રસંગ(આસક્તિનું કારણ) (૩૦) કામગુણ. આ ત્રીસ ગુણ નિષ્પન્ન નામ છે. તેના પર વિચાર કરવાથી, અબ્રહ્મચર્યના સ્વરૂપનો, તેનાથી ઉત્પન્ન થતાં કારણોનો તથા તેનાથી થતી નુકસાનીઓનો બોધ થઈ જાય છે. અબ્રહ્મચર્યનું મૂળ મનમાં ઉત્પન્ન થનાર વિકાર ભાવ છે. તે વિકારભાવ આત્મ સ્વરૂપની ઉપલબ્ધિનો અને તેના સાધન તપ-સંયમનો વિઘાતક છે, તે ચારિત્રને ઉન્નત થવા દેતો નથી, પરંતુ તેમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે. જ્યારે શરીર પુષ્ટ બને છે, ઇન્દ્રિયો બળવાન બની જાય છે, ત્યારે કામ વાસનાના વિકારભાવોને ઉત્પન્ન થવાનો અવસર મળે છે. તેથી બ્રહ્મચર્યની આરાધના કરનાર સાધકોએ વિવિધ તપશ્ચર્યા દ્વારા ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું, શરીરને બળવાન ન બનાવવું, જીહા ઇન્દ્રિયને કાબૂમાં રાખી અને પૌષ્ટિક આહારનો ત્યાગ કરવો અનિવાર્ય છે. અબ્રહ્મસેવી:- કામવાસનાની જાળમાં ફસાયેલા મોહિત બુદ્ધિવાળા ચારે જાતિના દેવ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક તથા મનુષ્ય અને તિર્યંચ જલચર, સ્થલચર, ખેચર આ બધા સ્ત્રી-પુરુષના રૂપમાં પરસ્પર મૈથુન સેવન કરે છે અને આત્માને મોહનીય કર્મના બંધનમાં ગ્રસ્ત કરે છે. મનુષ્યોમાં મહાદ્ધિ એશ્વર્યના સ્વામી રાજા ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, માંડલિક રાજા આદિ વિપુલ ભોગપભોગની સામગ્રીથી સંપન્ન, જીંદગી સુધી કુશીલનું સેવન કરીને પણ અતૃપ્ત અવસ્થામાં જ મરણને પ્રાપ્ત થાય છે. તેની ઉમર ઉત્કૃષ્ટ એક કરશેડપૂર્વ વર્ષોની હોય છે. યુગલિક મનુષ્યો જેની ઉમર ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ હોય છે, તેઓ સદા યૌવન અવસ્થામાં જ રહે છે તેઓને રોગ, વૃદ્ધાવસ્થા આદિ કોઈ વિન હોતા નથી, તેમ છતાં અસંખ્ય વર્ષો સુધી વિષય ભોગોનું સેવન કરીને પણ તે અતૃપ્ત અવસ્થામાં જ મૃત્યુને પ્રાપ્ત કરે છે. સ્ત્રીના નિમિત્તથી પુરુષને અને પુરુષના નિમિત્તથી સ્ત્રીને વિકારભાવોની ઉત્પત્તિ થાય છે. કેટલાય અતિલુબ્ધ બની પરસ્ત્રીમાં આસક્ત થઈને ગુપ્ત રૂપે અબ્રહ્મચર્યનું સેવન કરે છે. પરસ્ત્રી લંપટતા પ્રગટ થવા પર ખરાબ રીતે માર પડે છે. મૈથુન વાસનામાં આસક્ત પશુ પણ એકબીજા સાથે લડીને એકબીજાને મારે છે. પરસ્ત્રીગામી, પોતાના નિયમ, સમાજની મર્યાદા અને આચાર વિચારનો ભંગ કરી નાખે છે. ત્યાં સુધી કે ધર્મ સંયમમાં લીન બનેલ બ્રહ્મચારી પુરુષ પણ મૈથુન સંજ્ઞાને વશ થઈને ક્ષણભરમાં ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. મોટા-મોટા યશસ્વી અને પ્રસિદ્ધ બ્રહ્મચારી પણ કુશીલ સેવનથી અપયશ, અપકીર્તિના ભાગીદાર બની જાય છે. પરસ્ત્રીગામી પોતાના આલોક-પરલોક બંનેને બગાડી નાખે છે, અર્થાત્ તે સર્વ જગ્યાએ ભયથી આક્રાંત તેમજ દુ:ખમય અવસ્થામાં સમય પસાર કરે છે. જેમ કે રાવણ, મણિરથ, પધરથ વગેરે. પ્રાચીન કાળમાં અબ્રહ્મને માટે(સ્ત્રીઓને માટે) મોટા-મોટા યુદ્ધ થયા છે, લોહીની નદીઓ વહી છે. જેમ કે સીતા, દ્રોપદી, રૂકમણી, પદ્માવતી, તારા, કંચના, અહલ્યા, સ્વર્ણગુલિકા, વિધુમ્મતિ, રોહિણી આદિ. એ સિવાય બીજા પણ અનેક સેંકડો કલેશ, વંદ પણ મૈથુન તેમજ સ્ત્રીઓના નિમિતે થયા છે અને થતા રહે છે. અબ્રહ્મચર્યનું ખરાબ પરિણામ – મોહને વશ થયેલ પ્રાણી અબ્રહ્મમાં આસક્ત થઈને મૃત્યુ સમયે અશુભ પરિણામોથી નરક તિર્યંચ ગતિમાં જાય છે. જ્યાં વિવિધ ભયંકર વેદનાઓનો અનુભવ કરે છે. ચાર ગતિ, ચોવીસ દંડક રૂપ સંસાર અટવીમાં વારંવાર પરિભ્રમણ કરે છે. અબ્રહ્મનું ફળ અત્યંત દુઃખકારી છે. ક્ષણમાત્રનું દેખાતું સુખ અને અપાર દુઃખોનું ભાજન છે. પરસ્ત્રી ગામી પ્રાણી અબ્રહ્મના સેવનથી પોતાની શાંતિનો ભંગ કરે છે, નિંદાને પાત્ર બને છે, ખરાબ રીતે મારવામાં આવે છે, નરકગતિના મહેમાન બને છે. આગળ પણ ભવોભવ અબ્રહ્મની તૃષ્ણામાં જ પડ્યો રહે છે તેમજ ભોગ સામગ્રીથી વંચિત્ત જ રહે છે. લાંબા સમય સુધી અનેક પ્રકારની ભયંકર તેમજ દુઃસહ્ય યાતનાઓનો ભાગીદાર બને છે. (દુઃખવિપાક સૂત્રમાં પણ અબ્રહ્મચર્યનું દારૂણ ફળ અનેક કથાઓમાં કીધેલું છે). પાંચમું અધ્યયન : પરિગ્રહ પરિગ્રહનું સ્વરૂપ - આ પાંચમો અધર્મદ્વાર, આશ્રયદ્વાર છે. જમીન-જાયદાદ, ધન-સંપત્તિ, ખેતી, સોના-ચાંદી, હીરા-ઝવેરાત, મકાન-દુકાન, સ્ત્રી-પુત્ર આદિ કેટલાય રૂપોમાં સંસારના પ્રાણીઓ પરિગ્રહથી જોડાયેલા છે. પોતાનું શરીર અને કર્મ પણ જીવનો પરિગ્રહ છે. આ પરિગ્રહ સ્થાનોમાં લાભની સાથે સાથે લોભ સંજ્ઞાની વૃદ્ધિ થતી રહે છે. આખા જગતનું ધન પણ કોઈ લોભી વ્યક્તિને મળી જાય તોય તેને સંતોષ થઈ શકતો નથી. જેમકે અગ્નિમાં જેમજેમ ઘી આદિ સામગ્રી નાખતા જાશો, તેમ તે અગ્નિ વધતી જશે. આ પરિગ્રહ રાજા મહારાજાઓથી સમ્માનિત છે. અનેક લોકોને હૃદયપ્રિય છે; અત્યંત મનગમતો છે; મુક્તિ પ્રાપ્તિમાં અર્ગલા(દરવાજાની કડી)ની સમાન છે; મમત્વનું મૂળ છે; પાપોનો, અન્યાયોનો જનક છે. લોભમાં અંધ બનેલ વ્યક્તિ હિતાહિતના વિવેકને ખોઈ નાખે છે. ભાઈ–ભાઈમાં, મિત્ર-મિત્રમાં, પિતા-પુત્રમાં તથા શેઠ અને નોકરમાં, આ પરિગ્રહ વેરની વૃદ્ધિ કરાવે છે; હિંસાના તાંડવ, મહાસંગ્રામનું નિમિત્ત છે. નાના-મોટા સામાન્ય ઝઘડા-કદાગ્રહ તો પરિગ્રહના નિમિત્તથી જ્યાં ત્યાં થતા જ રહે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ 233 jainology આગમસાર પરિગ્રહના ત્રીસ પર્યાયવાચી શબ્દ :- (૧) પરિગ્રહ (૨) સંચય (૩) ચય (૪) ઉપચય (૫) નિધાન (૬) સંભાર(મંજૂષા) (૭) સંકર (૮) આદર (૯) પિંડ (૧૦) દ્રવ્યસાર (૧૧) મહેચ્છા (૧૨) પ્રતિબંધ (૧૩) લોભાત્મા (૧૪) મહર્થિકા (૧૫) ઉપકરણ (૧૬) સંરક્ષણતા (૧૭) ભાર (૧૮) સંપાતોત્પાદક- અનર્થોને ઉત્પન્ન કરનાર (૧૯) કલહનો પટારો (૨૦) પ્રવિસ્તાર (૨૧) અનર્થ (૨૨) સંસ્તવ (૨૩) અગુપ્તિ (૨૪) આયાસ(ખેદ–પ્રયાસ) (રપ) અવિયોગ (૨૬) અમુક્તિ (૨૭) તૃષ્ણા (૨૮) અનર્થક (૨૯) આસક્તિ (૩૦) અસંતોષ. આ સાર્થક નામોમાં બંને પ્રકારના દ્રવ્ય અને ભાવ પરિગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રીસ નામ પરિગ્રહનું વિરાટ રૂપ સૂચિત્ત કરે છે. શાંતિ સંતોષ સમાધિથી જીવન વ્યતીત કરનારાઓએ પરિગ્રહના વિભિન્ન રૂપોને સારી રીતે જાણીને તેનો ત્યાગ કરવો જોઈએ. પરિગ્રહધારી:- (૧) ચારે જાતિના ૯૯ પ્રકારના દેવ મહાન ઋદ્ધિના ધારક છે. તેમાં પણ ઈન્દ્ર, સામાનિક, ત્રાયટિંશક, લોકપાલ, અહમિંદ્ર આદિ વિશેષ એશ્વર્યના સ્વામી છે. તે દેવગણ પણ પોત પોતાની પરિષદ સહિત, પરિવાર સહિત, વિશાળ પરિગ્રહના સ્વામી છે, તેમાં અલ્પાધિક મૂચ્છભાવ રાખે છે. ત્યાંના ભવન, વિમાન, આવાસ, યાન–વાહન, શય્યા, ભદ્રાસન, સિંહાસન, અનેક પ્રકારના મણિરત્ન તેમજ મણિરત્નોના પાત્ર, વૈક્રિય લબ્ધિ સંપન્ન અપ્સરાઓ (દેવીઓ) આદિ તેના સ્વામીત્વમાં હોય છે. (૨) ચૈત્યસ્તૂપ, માણવક સ્થંભ, ગ્રામ, નગર, બગીચા, જંગલ, દેવાલય, સરોવર, વાવડી, પરબ તેમજ વસ્તી આદિ સ્થાનોનો આ દેવ મમત્વપૂર્વક સ્વીકાર કરે છે. (૩) અત્યંત વિપુલ લોભમાં ગ્રસિત આ દેવોમાંથી કોઈ દેવ તિરછાલોકના વર્ષધર(વિશાળ) ક્ષેત્ર, દ્વિીપ, સમુદ્ર, નદી, પર્વત, ઇસુકાર, દધિમુખ, શેલ, કૂટ આદિમાં રહે છે. આ પ્રકારના દેવ ઉપર કહેલ મહાન ઋદ્ધિના સ્વામી, વૈક્રિય લબ્ધિ તેમજ દેવાંગનાઓ યુક્ત થઈને વિપુલ ઐશ્વર્યનો અનુભવ ભોગ-ઉપભોગ અસંખ્યવર્ષો સુધી કરવા છતાં તૃપ્ત (સંતોષ) થતા નથી અને અતૃપ્ત અવસ્થામાં જ ત્યાંથી મરીને અન્ય ગતિમાં ચાલ્યા જાય છે. પરિગ્રહની લાલસામાં દેવગણને પણ સંતોષ હોતો નથી, તો મનુષ્યોને અથવા અન્ય પ્રાણીઓનું તો કહેવું જ શું? (૪) અકર્મભૂમિમાં રહેનારા યુગલિક મનુષ્ય અને કર્મભૂમિમાં રહેનારા ચક્રવર્તી બલદેવ, વાસુદેવ, માંડલિક રાજા, સામાન્ય રાજા, રાજ્યકર્મચારી, મંત્રી, રાજકુમાર, શેઠ, શાહુકાર, સેનાપતિ, પુરોહિત સાર્થવાહ આદિ મહાન ઋદ્ધિ સંપત્તિથી તેમજ મનોશ ભોગોપભોગની સામગ્રીથી સંપન્ન હોય છે. મનોહર મનોજ્ઞ લલનાઓ સ્ત્રીઓ તેમજ પુત્ર પરિવારથી સંપન્ન હોય છે. તેને પણ ધન-ધાન્ય, પશુ, ભંડાર, વ્યાપાર, મકાન, જમીન, જાયદાદ, આભૂષણ, વસ્ત્ર, હીરા, પન્ના, માણેક, મોતી, સોના, ચાંદી, ઝવેરાત, યાન, વાહન, રથ, પાલખી, આદિ સુખ સામગ્રી અને ભોગ સામગ્રી હોય છે. દાસ, દાસી, નોકર આદિ જેમની સેવામાં હાજર રહે છે. તે પણ મહા પરિગ્રહના સ્વામી, મમત્વ, લોભ, લાલસાની અગ્નિ શાંત ન થવાથી અંતમાં અતૃપ્તપણામાં જ મરી જાય છે. અર્થાત્ તેઓ પણ વિશાલ પરિગ્રહ, સુખ, ભોગથી સંતુષ્ટ તૃપ્ત થતાં નથી, તો પછી સામાન્ય પ્રાણીઓને માટે શું કહેવું (૫) બીજા પણ અનેક સામાન્ય મનુષ્ય, તિર્યંચ પોતપોતાને મળેલ પરિગ્રહ, ધન, સંપત્તિ, કુટુંબ, પરિવાર–સ્ત્રી-પુત્ર સુખ-ભોગ સામગ્રીમાં, ખાવા-પીવામાં, વસ્ત્ર, ઉપકરણ, મકાન, દુકાન આદિમાં તથા જીવનના કોઈપણ સાધન અને આ શરીરમાં મુચ્છભાવ રાખે છે, નહિ પ્રાપ્ત થયેલ વસ્તુની સદા કામના ઇચ્છા તેને હોય છે, તે પણ લાલસાની લાય શાંત ન થવાથી. મહાપરિગ્રહી કહેવાય છે અને અતૃપ્ત અસંતુષ્ટ જ મરી જાય છે. (૬) બીજા પણ કેટલાક લોકો પરિગ્રહ-સંગ્રહને માટે કેટલાય પ્રકારની (૪) વિદ્યાઓ (૭૨) કલાઓ શીખે છે. અસિ–મસિ-કૃષિ કર્મ કરે છે, વિવિધ વ્યાપાર- વાણિજ્ય, ખેતી, કારખાના આદિ સેંકડો ઉપાય કરીને ધન સંગ્રહને માટે જીવન પર્યત અહીં-તહીં ભટકતા રહે છે. (૭) પરિગ્રહ સંગ્રહને માટે કેટલાક લોકો અનેક હિંસા કાર્ય કરે છે, ખોટા અનૈતિક કાર્યોનું સેવન કરે છે, ક્રોધ, માન, માયા, લોભ, ક્લેશ-ઝઘડા–વૈર-વિરોધ વધારતા રહે છે, ઇચ્છા, તૃષ્ણા, ગૃદ્ધિ લોભમાં ગ્રસ્ત રહે છે. (૮) આ રીતે આ પરિગ્રહની જાળમાં બધા સંસારી જીવો ફસાયેલા છે. પરિગ્રહ પાપના ખરાબ પરિણામ:- પરિગ્રહમાં આસક્ત બનેલા પ્રાણી તેના ઉપાર્જનમાં, ઉપભોગમાં તેમજ તેની રક્ષા કરવામાં અનેક પ્રકારના પાપકાર્યોનું આચરણ કરીને કર્મનો સંગ્રહ કરતાં રહે છે. તેઓ આ લોકમાં પણ સદગતિ સન્માર્ગ અને સખશાંતિથી નષ્ટ–ભ્રષ્ટ થાય છે, અજ્ઞાન મોહ અંધકારમાં ડૂબતા રહે છે. લોભને વશ થયેલા વિવેક વગરના થઈને ભૂખ, તરસ, ગરમી, ઠંડી આદિ કષ્ટોને સહન કરે છે. અંતમાં બધો પરિગ્રહ પરવશપણે છોડીને તથા તેના મમત્વ આસક્તિથી બંધાયેલ કર્મોની સાથે નરકગતિ, તિર્યંચગતિ આદિ સંસાર અટવીમાં પરિભ્રમણ કરે છે અને મહાન દુઃખોને ભોગવતા રહે છે. વિવેકવાન વિજ્ઞજનોએ આ પરિગ્રહ, લોભ, તૃષ્ણાની જાળથી મુક્ત થઈને આત્માની દુર્દશાથી સુરક્ષા કરવી જોઇએ. ભવોભવમાં વિવિધ પરિગ્રહને અને સ્વર્ગલોકને પણ છોડીને આ જીવ મરતો રહે છે અને અહીંથી પણ છોડીને એક દિવસ મરી જાવું પડશે. માટે જ્ઞાન અને વિવેક દ્વારા સમજીને, સંતોષ તેમજ વૈરાગ્ય ભાવના ધારણ કરીને આ પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરી લેવો ખૂબ જ કલ્યાણકારી છે. સંપૂર્ણ ત્યાગ કદાચ ન થઈ શકે તો પણ આશા તૃષ્ણાને રોકી, પરિગ્રહની સીમા(હદ) મર્યાદા કરીને બાકી સંપૂર્ણ પરિગ્રહથી નિવૃત્ત થઈ જવું જોઇએ. આમ કરવાથી પ્રાણી સંસારમાં રહેવા છતાં પણ પરિગ્રહના આ કટુ પરિણામોથી મુક્ત રહી શકે છે અને તક લાગતાં એક દિવસ સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ કરીને સંસાર ભ્રમણથી હંમેશાંને માટે મુક્ત થઈ શકે છે. પ્રથમ શ્રુતસ્કંધનો ઉપસંહાર :- આ પાંચ આશ્રવોના નિમિત્તથી જીવ નિરંતર કર્મોનો સંગ્રહ કરીને ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે. કોઈ અભાગી પ્રાણી તો ધર્મનું શ્રવણ પણ કરતા નથી. કોઈ મિથ્યાદષ્ટિ અધાર્મિક નિકાચિત્ત બંધવાળા અથવા પ્રમાદી, ધર્મનું આચરણ કરતા નથી. તીર્થકર ભગવંતોએ સમસ્ત રોગો, દુ:ખોનો નાશ કરવાને માટે ગુણયુક્ત મધુર વિરેચન Page #234 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 234 દવા બતાવી છે, પરંતુ નિઃસ્વાર્થ ભાવથી અને મફતમાં અપાતી આ ઔષધિનું પણ કોઈ સેવન જ ન કરે તેને શું કહેવાય? જે બુદ્ધિમાન વિજ્ઞ-પુરુષ આ પાંચ આશ્રયોને સમજીને તેનો ત્યાગ કરે છે તે એક દિવસ કર્મ–રજથી સર્વથા રહિત થઈને સર્વોતમ સિદ્ધિ(મુક્તિ)ને પ્રાપ્ત કરે છે. પરિશેષ નિર્દેશ :- સારાંશમાં વિવિધ જાણવા યોગ્ય વિષયોનું સ્વરૂપ સ્પષ્ટ કરવા છતાં પણ કેટલાંક જાણવા યોગ્ય વિષયોનો સમાવેશ કરાયો નથી જે સૂત્રમાં કહેલ છે. યથા જલચર, સ્થલચર ખેચરના અલગ-અલગ નામ છે. અનાર્ય દેશના ૫૪ નામ સૂચિત્ત કરાયા છે. નાસ્તિકવાદી અનેક મતાંતરોનાં સિદ્ધાંતોનું કથન છે. અનેક હિંસક આદેશ–ઉપદેશ પ્રેરણાઓના પ્રકાર, યુદ્ધની તૈયારી, તેમજ યુદ્ધ- સ્થળની ભયંકરતા, સમુદ્રી લૂંટનું વિસ્તારથી વર્ણન, સંસાર અને સમુદ્રની વિસ્તારથી ઉપમા, ચક્રવર્તીના શુભ લક્ષણ, તેની ઋદ્ધિ, બલદેવ, વાસુદેવોની શારીરિક તેમજ ભૌતિક સમૃદ્ધિ, જુગલિયા પુરુષના તેમજ સ્ત્રીઓના સંપૂર્ણ અંગોપાંગોનું અલગ-અલગ વર્ણન કરાયું છે. તેમના પ્રશસ્ત(૩૨) લક્ષણ પણ કહ્યા છે. બીજા શ્રતસ્કંધનો પ્રારંભ પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચ આશ્રવ દ્વારોનું અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ આ પાંચ મૌલિક પાપ સ્થાનોનું વિસ્તારથી વર્ણન કરાયું છે. ત્યારપછી બીજા શ્રુતસ્કંધમાં આ પાંચના ત્યાગરૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ સંવર દ્વારોનું વિસ્તારથી સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. એમ તો અચાન્ય આગમોમાં તેમજ જૈન સાહિત્યમાં આશ્રવ-સંવરના અપેક્ષાથી અનેક ભેદ પણ કહ્યા છે. અહીં સંક્ષેપની. અપેક્ષાથી આ પાંચ ભેદોમાં સંપૂર્ણ આવોનો સમાવેશ કરતાં વર્ણન કર્યું છે. વાસ્તવમાં આગમોમાં કેટલાય તત્ત્વોના ભેદોની સંખ્યાને માટે કોઈપણ એક દિવાલ નથી હોતી. જેમ કે જીવોના ભેદ ૨ થી લઈને ૫૬૩ સુધી કહેવાય છે. દેવતાના ભેદ ૪, ૧૪, ૧૯૮ સુધી કહેવામાં આવે છે માટે અપેક્ષાથી અહીં ૫-૫ આશ્રવ સંવરનું વર્ણન હોવા છતાં પણ તેની પ્રચલિત વિભિન્ન સંખ્યાઓનો કોઈ વિરોધ ન સમજવો જોઈએ. આ પ્રકરણમાં સંવરનું વર્ણન કરતા થકાં અહિંસા આદિ પાંચોનું સ્વરૂપ તેમજ મહત્ત્વ આદિ બતાવવાની સાથે-સાથે હિંસાદિના સર્વથા ત્યાગરૂપ સંવરની પ્રમુખતા દઈને સંયમના પ્રમુખ ગુણ પાંચ મહાવ્રતનું સ્વરૂપ સ્પષ્ટ કરાયું છે તેમજ તેમનું મહત્ત્વ બતાવાયું છે. મહાવ્રતોની સુરક્ષાને માટે પ્રત્યેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ અર્થાત્ તે મe આરાધના કરાવવા- વાળી સાવધાની રૂપ પ્રવૃત્તિઓ કહેવામાં આવી છે. તેનું યથાર્થ પાલન કરવાથી જ મહાવ્રતોનું સમ્યક પાલન થાય છે. જે પ્રમુખ પ્રવૃત્તિઓના માધ્યમથી આત્મામાં કર્મોનું આગમન થાય છે તે પ્રવૃત્તિઓને આશ્રવ કહેવામાં આવે છે. જે સદ્ અનુષ્ઠાનો દ્વારા આત્મામાં કર્મોનું આગમન રોકાય છે તેને સંવર દ્વારા કહેવામાં આવે છે. આ બીજા શ્રુતસ્કંધમાં પાંચ સંવર દ્વારોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. પાંચ સંવરનું સ્વરૂપ – આ પાંચે સંવર પાંચ મહાવ્રત રૂપ છે, તપ-સંયમ રૂપ છે, સમસ્ત હિતોના પ્રદાતા છે. કર્મરૂપી રજને દૂર કરનાર છે, ચાર ગતિના ભ્રમણને ટાળનાર છે. સેંકડો ભવોના ભ્રમણનો નાશ કરનાર છે. વિપુલ દુઃખોથી છોડાવનાર, વિપુલ સુખોને આપનાર છે. કાયર પુરુષોને માટે તેનું આચરણ દુષ્કર છે, કારણ કે તેમનું મનોબળ નબળું હોય છે. જે ઇન્દ્રિયોના દાસ છે, મન પર નિયંત્રણ કરી શકતા નથી, ઘેર્યહીન છે, સહનશીલ નથી; તેઓ પ્રથમ તો મહાવ્રતોને ધારણ જ કરી શકતા નથી; કદાચ ધારણ કરી લે તો પણ તે કાયર પુરુષ વચમાં જ ભ્રષ્ટ થઈ જાય છે, શિથિલ થઈ જાય છે અર્થાત્ સાધુ વેશમાં રહેવા છતાં પણ અસાધુ જીવન વ્યતીત કરે છે. વૈર્યશાળી દઢ મનોબળવાળા પુરુષ શૂરવીરતાથી પરીષહ ઉપસર્ગોનો સામનો કરતાં સહજ અને દઢ ભાવથી સંયમ નિયમોનું પાલન કરે છે. તેઓ મન અને ઇન્દ્રિયોને વિવેકથી અંકુશમાં રાખે છે. તેઓને માટે આ પાંચ મહાવ્રત મોક્ષમાં પહોંચવાનો માર્ગ છે અથવા કર્મરાજ બાકી રહે તો સ્વર્ગ પ્રાપ્ત કરાવનાર છે. પ્રથમ અધ્યયન : અહિંસા(મહાવ્રત) અહિંસાનું સ્વરૂપ – આ નિગ્રંથ પ્રવચન તીર્થકર ભગવંતોએ સંસારના સમસ્ત જીવોની દયા માટે (અનુકંપા માટે) અને તેની રક્ષા પ્રમુખતાથી જ તીર્થકર ઉપદેશ આપે છે. આમ પણ બધા મહાવ્રતોમાં મુખ્ય અહિંસા મહાવ્રત જ છે તેની સુરક્ષાને માટે જ બાકીના ચાર મહાવ્રત છે અર્થાત્ બાકીના ચાર મહાવ્રતોથી પણ અહિંસા મહાવ્રતની પુષ્ટિ થાય છે. એવા અહિંસા પ્રધાન, સમસ્ત જીવોની અનુકંપા – રક્ષા પ્રધાન આ પ્રવચન, આત્માને માટે હિતકર છે આ ભવ અને પરભવ બંનેમાં કલ્યાણકર છે. બીજા પ્રવચનોમાં (સિદ્ધાંતોમાં) અનુત્તર, શ્રેષ્ઠતમ, સર્વોત્તમ છે અને બધા જ પાપો તેમજ દુઃખોને ઉપશાંત કરનાર અર્થાત્ તેનો અંત કરાવનાર છે. જેવી રીતે ભયભીતને માટે શરણ, પક્ષીઓને માટે આકાશ, ભૂખ્યાને ભોજન તરસ્યાઓને પાણી, સમુદ્રમાં ડૂબતા લોકોને માટે જહાજ, રોગથી પીડિતોને ઔષધ અને અટવીમાં સાર્થવાહોનો સંગ, પ્રાણીઓને સુખકારક થાય છે તેનાથી પણ અધિકતર આ અહિંસા ભગવતી ત્રસ–સ્થાવર સમસ્ત પ્રાણીઓને માટે મહાન કુશલ, કલ્યાણકારી, મંગળકારી અને સુખકારી છે. અહિંસા ભગવતીના પર્યાયવાચી સાઠ નામ:- (૧) દ્વીપ, ત્રાણ, શરણ, ગતિ, પ્રતિષ્ઠા (૨) નિર્વાણ (૩) નિવૃત્તિ (૪) સમાધિ (૫) શક્તિ (૬) કીર્તિ (૭) ક્રાંતિ (૮) રતિ (૯) વિરતિ (૧૦) શ્રુતનું અંગ (૧૧) તૃપ્તિ (૧૨) દયા, અનુકંપા-કષ્ટ પામતાં અથવા મરતાં પ્રાણીઓની કરુણા પ્રેરિત આત્મભાવોથી રક્ષા કરવી, યથાશક્તિ બીજાના દુઃખનું નિવારણ કરવું (૧૩) વિમુક્તિ (૧૪) ક્ષમા Page #235 -------------------------------------------------------------------------- ________________ jainology 235 આગમસાર (૧૫) સમ્યફ આરાધના (૧૬) મહતી-વિશાલ(સમસ્ત વ્રતોનો સમાવેશ કરનારી), (૧૭) બોધિ (૧૮) બુદ્ધિને સાર્થક બનાવનારી (૧૯) ધૃતિ (૨૦) સમૃદ્ધિ(બધાં જ પ્રકારની સંપન્નતા) (૨૧) ઋદ્ધિ-લક્ષ્મી (રર) વૃદ્ધિ (૨૩) સ્થિતિ (૨૪) પુષ્ટિ (૨૫) નંદા-આનંદકારી (૨૬) ભદ્રા-કલ્યાણકારી (૨૭) વિશુદ્ધિ (૨૮) લબ્ધિ (૨૯) વિશિષ્ટ દષ્ટિ–અનેકાંત દષ્ટિ (૩૦) કલ્યાણ (૩૧) મંગલ (૩૨) પ્રમોદ (૩૩) વિભૂતિ–આધ્યાત્મિક ઐશ્વર્ય (૩૪) રક્ષા (૩૫) સિદ્ધાવાસ (૩૬) અનાશ્રવ (૩૭) કેવલિસ્થાન (૩૮) શિવ (૩૯) સમિતિ (૪૦) શીલ (૪૧) સંયમ (૪૨) સદાચાર (૪૩) સંવર (૪૪) ગુપ્તિ (૪૫) વ્યવસાય (૪૬) ઉન્નતિ (૪૭) યજ્ઞ (૪૮) આયતન-ગુણોનું ઘર (૪૯) અપ્રમાદ (૫૦) આશ્વાસન- તસલ્લી (૫૧) વિશ્વાસ (પર) અભય (૫૩) અમારી (૫૪) ચોખી-ભલી (૫૫) પવિત્રા (૫૬) શુચિ(પવિત્ર) (૫૭) પૂલા (૫૮) વિમલા(૫૪ થી ૫૮ સુધી સારી – ભલી, નિર્મળ, નિષ્કલંક, શુદ્ધ, પવિત્ર આદિ અર્થો તેમજ ભાવોના સૂચક નામ છે) (૫૯) પ્રભાષા-પ્રકાશમાન (૬૦) નિર્મલતરા. વિભિન્ન અપેક્ષાઓથી પરિપૂર્ણ આ ગુણ નિષ્પન્ન નામ છે.આ નામો દ્વારા અહિંસાનું સ્વરૂપ,અહિંસાનું મહત્ત્વ તેમજ અહિંસાનો વ્યાપક અર્થ સ્પષ્ટ થાય છે અહિંસાના ધારક – આ અહિંસા ભગવતીનું ત્રણે લોકમાં પૂજિત કેવળ જ્ઞાન, દર્શનના ધારક સમસ્ત જગતના જીવો પ્રત્યે વાત્સલ્યભાવ ધારણ કરનાર તીર્થંકર પ્રભુએ સમ્યક રૂપથી કથન ક્યું છે. અનેક વિશિષ્ટ જ્ઞાની, લબ્ધિધારી, વિવિધ તપોનિરત તપસ્વી, ધરમતિ અતિશય લોકોત્તર બુદ્ધિ સંપન્ન, આહાર-વિહારમાં અતિશય સંપન્ન, સદા શીલ, સ્વાધ્યાય, ધ્યાનમાં લીન, મહાવ્રતધારી, સમિતિ ગુપ્તિ યુક્ત, છ કાયના રક્ષક, નિત્ય અપ્રમત રહેવાવાળા, શ્રેષ્ઠ, મુનિવરો તેમજ તીર્થકર ભગવંતોએ પોતે આ અહિંસા ભગવતીનું સમ્યક પાલન ક્યું છે. અર્થાત્ તે જિનેશ્વરો દ્વારા પ્રરૂપિત તેમજ સેવાયેલ તથા ઘણા મહામુનિઓ દ્વારા લેવાયેલ છે. બીજા પણ એવા અથવા સામાન્ય અનંત જીવોએ અહિંસા મહાવ્રતનું આરાધન ક્યું છે. વર્તમાનમાં લાખો જીવ કરી રહ્યા છે, ભવિષ્યમાં પણ અનંતા અનંત જીવ આ અહિંસા મહાવ્રતનું સંપૂર્ણ પાલન કરીને મુક્તિ પ્રાપ્ત કરશે. અહિંસા મહાવ્રતધારીઓની આહાર ચર્યા – શરીર અને આયુષ્યને ધારણ કરવા માટે મનુષ્ય માત્રને આહારની આવશ્યકતા હોય છે. આહાર વિના લાંબા સમય સુધી સંયમચર્યાનું આરાધન થઈ શકતું નથી, તેથી જ જિનેશ્વરોએ અસાવધ વૃત્તિ એટલે પાપ રહિત અહિંસક વૃત્તિ આહારને માટે કહી છે. તે આ પ્રમાણે છે અહિંસક મુનિઓએ પૃથ્વી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિ આદિ સ્થાવર તથા સમસ્ત ત્રસ પ્રાણીઓ પ્રત્યે પૂર્ણ સંયમ તેમજ દયા અનુકંપાને માટે નિર્દોષ ભિક્ષાની ગવેષણા કરવી જોઇએ. તે આહાર નવકોટિથી શુદ્ધ હોવો જોઇએ. (૧-૩) સાધુ પોતે આહારને માટે હિંસા ન કરે, ન કરાવે, અનુમોદના પણ ન કરે. (૪-૬) પોતે આહાર ન પકવે, ન પકાવરાવે, પકાવતા હોય તેની અનુમોદના કરે નહિ. (૭–૯) પોતે ખરીદે નહિ, ખરીદાવે નહિ, ખરીદ કરવાવાળાને અનુમોદન આપે નહિ. આ નવ કોટી છે. મન, વચન, કાય આ ત્રણે યોગોથી તેનું શુદ્ધ પાલન કરે. ઉગમ, ઉત્પાદનો અને એષણાના ૪૨ દોષોથી રહિત શુદ્ધ આહાર મળે તે માટે પ્રયત્ન કરે. ૪૨ દોષોનું સ્પષ્ટીકરણ આગળ પરિશિષ્ટમાં(પૃષ્ટ ૨૪૧માં) જુઓ. પૂર્ણરૂપે જીવ રહિત અચિત્ત તેમજ શંકારહિત આહાર પાણીની ગવેષણા કરવી જોઇએ. આહાર ગ્રહણ કરવાને માટે ગૃહસ્થના ઘરે ધર્મ કથા ન કરે. શુભાશુભ સૂચક લક્ષણ, સ્વપ્ન ફળ, જ્યોતિષ, નિમિત આદિનું કથન ન કરે. જાદુ મંતર આદિ ચમત્કારોનો પ્રયોગ ન કરે. કોઈના વંદન, સન્માન, સત્કાર આદિ કરીને ભિક્ષા પ્રાપ્ત ન કરે, કોઈની પણ હીલના, નિંદા, તિરસ્કાર ન કરે. કોઈને પણ ભયભીત ન કરે અથવા મારવા, પીટવાનું કામ ન કરે. અભિમાન, માયાચાર, ગુસ્સો અથવા દીનતા (દરીદ્રતા) ન કરે. મિત્રતા, પ્રાર્થના(ગુણગ્રામ), અથવા સેવા કરીને આહારની પ્રાપ્તિ કરવી જોઈએ નહિ. - અજ્ઞાત ઘરોથી એટલે કે જ્યાં સાધુને જવાના પહેલાં તેના આવવાની કોઈ જાણકારી અથવા તૈયારી ન હોય ત્યાંથી ભિક્ષા કરવી જોઇએ. ભિક્ષા લેવામાં કોઈપણ પ્રકારનો આસક્તિભાવ કે ખેદભાવ(નારાજીભાવ) ન હોય, હતાશ અથવા હીન ભાવ ન હોય, દયનીય ન બને, કોઈ પ્રકારના ખેદનો અનુભવ કરી ખેદ ખિન્ન ન બને, ગભરાયેલા જેવો કે થાકેલા જેવો ન બને, અર્થાત્ ગોચરી કરતાં કોઈ પરેશાનીનો અનુભવ ન થાય. પરંતુ સંયમ નિર્વાહ, ચારિત્ર નિર્માણ, વિનયક્ષમા આદિ ગુણ વૃદ્ધિની ચેષ્ટાથી યુક્ત થઈને જ સાધુઓએ આહાર પાણીની ગવેષણા કરવી જોઇએ. આ રીતે સાધુની આહાર પ્રાપ્તિ પણ દ્રવ્ય તેમજ ભાવથી પૂર્ણ અહિંસક, અસાવદ્ય, પૂર્ણ પાપ રહિત કહેલ છે. તેનું યથાર્થ પાલન કરવાથી જ ભિક્ષુ સંપૂર્ણ અહિંસક બને છે. અહિંસા મહાવ્રતની પાંચ ભાવનાઓ :મહાવ્રતોની રક્ષા અને સમ્યક આરાધના માટે આ ભાવનાઓ કહેલ છે. તેનું સાવધાનીપૂર્વક પાલન કરવાથી સંયમની આરાધના અને સફળતા સંભવે છે. પ્રથમ ભાવના–ઈર્ષા સમિતિ:- ઉભા થવું, બેસવું, ચાલવું અથવા અન્ય પ્રવૃત્તિ મુનિ દ્વારા વિવેકપૂર્વક થવી જોઇએ. ચાર હાથ પ્રમાણે આગળની ભૂમિને મુનિ સાવધાની પૂર્વક જોઈને ચાલે, ચાલવામાં પ્રત્યેક વ્યસ-સ્થાવર પ્રાણીની દયામાં તત્પર થઈને ફૂલ, પાંદડા, કૂંપળ, કંદમૂળ, માટી, પાણી, બીજ, છાલ, લીલફુલ, શેવાળ, લીલું ઘાસ આદિને બચાવતાં યતનાપૂર્વક ચાલે. કોઈપણ પ્રાણીની ઉપેક્ષા કરવી જોઈએ નહિ; નિંદા, ગહ કરવી જોઈએ નહિ; તેની હિંસા, છેદન, ભેદન કરવું જોઈએ નહિ; તેને દુઃખી કરવા જોઇએ નહિ. જરા માત્ર પણ કોઈ જીવોને ભય અથવા દુ:ખ આપવું જોઇએ નહિ. આ રીતે સાધુ ઈર્ષા સમિતિમાં મન, વચન, કાયાથી ભાવિત થઈને મલિનતા રહિત, સંકલેશ રહિત તેમજ અતિચાર રહિત ચારિત્રનું પાલન કરે. બીજી ભાવના–મન સમિતિ :- મનથી ક્યારેય પણ પાપકારી, અધાર્મિક, ક્રૂર, વધ, બંધન, ભય. મરણ આદિથી કોઈને પીડા આપવાનું મુનિ ચિંતન ન કરે પરંતુ નિર્મળ સંક્લેશ રહિત મનના પરિણામ રાખે. મનને હંમેશાં સ્વચ્છ, શાંત અને સમભાવમાં રાખે. Page #236 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 236 ત્રીજી ભાવના–વચન સમિતિ:- મુનિઓએ પાપકારી પરિણતિઓથી યુક્ત થઈને કિંચિત્ત પણ સાવધ ભાષાનો પ્રયોગ કરવો જોઈએ નહિ અર્થાત્ કઠોર, કર્કશ, છેદકારી, ભેદકારી, મર્મયુક્ત, પાપપ્રેરક, ગૃહસ્થોને આવો, જાવો આદિની પ્રેરણાયુક્ત વચનોનો પ્રયોગ મુનિ ન કરે, ક્રોધ, માન, માયા, લોભને વશ થઈને ન બોલે; હાસ્ય, વિનોદ, ભય, વાચાળતા, વિકથામાં પ્રેરિત બુદ્ધિથી વચનનો પ્રયોગ ન કરે; આ બધાનું ધ્યાન રાખતાં થકાં અતિ આવશ્યક, મૃદુ(મધુર), અસાવધ, વિવેક યુક્ત ભાષા બોલે; કોઈને પણ પીડા થાય તેવી વાણી જરાપણ ન બોલે. ચોથી ભાવના-એષણા સમિતિ – પૂર્વે કહેલ શુદ્ધ નિર્દોષ ગવેષણા કરીને ભિક્ષા(મધુકરી) વૃત્તિથી આહાર લઈને ગુરુની પાસે આવે. જવા-આવવાનું પ્રતિક્રમણ કરે. ગુરુની સમક્ષ આલોચના કરીને આહાર બતાવે. ત્યારપછી અપ્રમાદ ભાવથી ફરી દોષોની નિવૃત્તિ માટે કાઉસ્સગ્ન પ્રતિક્રમણ કરે, પછી શાંતભાવ યુક્ત સુખશાંતિપૂર્વક બેસીને થોડો સમય શુભયોગ, ધ્યાન, સ્વાધ્યાયમાં સમય પસાર કરતાં ધર્મમન, અવિમન, સુખમન, અવિગ્રહમન, સમાધિમન, શ્રદ્ધા-સંવેગ નિર્જરાયુક્ત મન, જિનવચનો પ્રત્યે પ્રગાઢ વત્સલતા યુક્ત મનવાળા થઈને અર્થાત્ સંપૂર્ણ પવિત્ર પ્રસન્ન ચિત્તવાળા થઈને મુનિ ઊભા થાય અને ગુરુ રત્નાધિકને ક્રમથી નિમંત્રણ કરે (દૂર હોય તો ઉભા થાય તેમજ અતિ નજીકમાં બેઠા હોય તો બેઠા-બેઠા જ શ્રદ્ધા ભક્તિ વિનયયુક્ત થઈને નિમંત્રણ કરે) તેમજ ભાવપૂર્વક આપે. પછી યોગ્ય આસન ઉપર બેસે. સંપૂર્ણ શરીરનું પ્રમાર્જન કરી હાથનું પ્રમાર્જન કરે. પછી મૂછભાવ, ગૃદ્ધિ ભાવથી રહિત થઈને આકુળતા, લોલુપતા, લાલસા રહિત પરમાર્થ બુદ્ધિવાળા થઈને સાધુ જ્ઞાતાસૂત્રમાં કહેલ દષ્ટાંતોનું ચિંતન કરતા થકાં આહાર કરે. આહાર કરતા સમયે મુખથી ચબ–ચબ, સુડ–સુડ અવાજ ન કરતાં વિવેકપૂર્વક ખાય; જલ્દી-જલ્દી ઉતાવળથી ન ખાય; અત્યંત ધીમે-ધીમે આળસ કરતાં ન ખાય; વચમાં બીજી વાતોમાં, કાર્યોમાં સમય પસાર ન કરે; ભૂમિ પર ન ઢોળતાં ભોજન કરે, પહોળા મુખવાળા પાત્રમાં યતનાપૂર્વક તથા આદરપૂર્વક ભોજન કરે. રસ વૃદ્ધિ હેતુ સંયોગ મેળવવો, આહારની નિંદા અથવા પ્રશંસા કરવી અર્થાત્ આહાર પ્રત્યે અત્યંત ગ્લાનભાવ અથવા અતિહર્ષભાવ આદિ મુનિ ન કરે; જેવો આહાર મળે તેને વિરક્ત ભાવથી ખાય; મર્યાદાથી ખાય અર્થાત્ ગાડીની ધરીમાં તેલ દેવા અથવા ઘાવ પર મલમ લગાડવાની સમાન, ફક્ત સંયમ નિર્વાહને માટે જેટલો જરૂરી હોય તેટલો જ આહાર કરે. આ રીતે આહાર સમિતિનું સાધુ યોગ્ય રૂપથી અતિચાર રહિત પાલન કરે. આ રીતે અહીં સાધુની ભોજનવિધિ બતાવી દીધી છે. અન્ય સૂત્રોમાં પણ આ વિષયનું વર્ણન દશવૈકાલિક, ઉત્તરાધ્યયન , જ્ઞાતાધર્મકથા સૂત્ર આદિમાં છે. તે સમસ્ત વિધિ નિયમોનું વિવેકપૂર્વક, ભાવપૂર્વક, યથાર્થ રૂપે પાલન કરવું જોઇએ. પાંચમી ભાવના-આદાન નિક્ષેપણા સમિતિ – સંયમની રક્ષા માટે અથવા ગર્મી, ઠંડી, જીવ, જંતુ, મચ્છર આદિથી શરીરની રક્ષા માટે સાધુ વસ્ત્ર, પાત્ર, પાટ, સંથારા, રજોહરણ, મુખવસ્ત્રિકા આદિ ઉપકરણોને તેમાં રાગ-દ્વેષ ન કરતાં ધારણ કરે; તે ઉપકરણોને યતનાપૂર્વક રાખે અને યાતનાથી લે. બંને વખત યતનાથી પડિલેહણ કરે, જરૂરી હોય તો જતનાથી ખંખેરે, જતનાથી પ્રમાર્જન કરે; દિવસે અને રાતે હંમેશાં અપ્રમત્તભાવથી અર્થાત્ સાવધાનીપૂર્વક જ બધી પ્રવૃત્તિ કરે. અહીં ઉપલક્ષણથી પરઠવાની સમિતિ પણ સમજી લેવી જોઇએ અર્થાત્ મળ, મૂત્ર, શ્લેષ્મ આદિ શરીરથી નીકળેલી નકામી વસ્તુને યતનાથી, વિવેકપૂર્વક, કોઈને દુગચ્છા કે ધૃણા ન આવે એ રીતે પરઠે. પરઠવાની ભૂમિ કોઈની માલિકીની હોય તો તેની આજ્ઞા લઈને પરઠે. કોઈની માલિકી ન હોય તો શક્રેન્દ્રની આજ્ઞા લઈને પછી પરઠે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૬માં બતાવેલ વિધિથી તેમજ નિશીથસૂત્રમાં કહેલ વિધિ અને દોષોનો વિવેક રાખતાં પરઠે. આ રીતે પહેલા મહાવ્રતની પાંચ ભાવનામાં પાંચ સમિતિઓનું સમ્યગ આરાધન સૂચિત્ત કરાયું છે. મનને પવિત્ર રાખવાની પ્રેરણા અપાયેલી છે. ભાવાર્થ એ છે કે આપણા ભાવ પૂર્ણ અહિંસક હોવા જોઇએ અને તેની સાથે પ્રવૃત્તિ પણ સમ્યક હોવી જોઈએ, તે જ આ પાંચ ભાવનાઓનો ઉદ્દેશ છે. આ રીતે પાંચ ભાવનાઓ યુક્ત પ્રથમ સંવર દ્વારરૂપ પ્રથમ મહાવ્રત– અહિંસાનું સ્વરૂપ છે. તેનું હંમેશાં જીંદગી સુધી પાલન કરવું જોઇએ. બીજું અધ્યયનઃ સત્ય(મહાવ્રત) સત્ય સ્વરૂપ:- જો કે અહિંસાની આરાધના મોક્ષમાર્ગમાં મુખ્ય છે તો પણ તેની સમીચીન તેમજ સંપૂર્ણ આરાધનાને માટે સત્યની આરાધના પણ અત્યંત આવશ્યક છે. સત્ય અહિંસાને અલંકૃત કરે છે, સુશોભિત કરે છે. તેથી અસત્યનો ત્યાગ કરીને સત્યનો પૂર્ણરૂપથી સ્વીકાર કરવો જોઇએ. સત્ય વચન બીજું સંવર દ્વાર છે. તે શુદ્ધ નિર્દોષ છે. પવિત્ર વ્રત છે. બધા ઉપદ્રવોથી રહિત છે. પ્રશસ્ત વિચારોથી ઉત્પન્ન થવાવાળા, સુસ્થિર કીર્તિવાળા, ઉત્તમ કોટિના દેવો તેમજ શ્રેષ્ઠ માનવથી માન્ય કરાયું છે. સદ્ગતિ માર્ગનું પ્રદર્શક છે. આ સત્યવ્રત લોકમાં ઉત્તમ છે; બધાને માટે હિતકારી છે; મહાપુરુષો દ્વારા સ્વીકારેલ છે; સત્યનું સેવન કરનારા જ સાચા તપસ્વી અને નિયમનિષ્ઠ હોઈ શકે છે. સત્યની સંપૂર્ણપણે ભાવપૂર્વક આરાધના કરવાવાળા ભયંકરમાં ભયંકર આપત્તિના સમયમાં પણ આશ્ચર્ય પમાડે તેવી સહજતાથી બચી શકે છે. - સત્યના પ્રભાવથી વિદ્યાઓ તેમજ મંત્ર સિદ્ધ થાય છે. સત્ય સાગરથી પણ વધારે ગંભીર અને મેરૂ પર્વતથી પણ અધિક સ્થિર હોય છે. સૂર્યથી પણ વધારે જાજ્વલ્યમાન અને ચંદ્રથી પણ વધારે શીતળ છે. સત્ય હોવા છતાં પણ ત્યાગ કરવા યોગ્યઃ- (૧) જે સંયમનું વિધાતક હોય (૨) જેમાં હિંસા અથવા પાપનું મિશ્રણ હોય (૩) ફાટફૂટ કરવાવાળું હોય (૪) અન્યાયનું પોષક હોય (૫) દોષનું આરોપણ કરવાવાળું હોય (૬) વિવાદપૂર્ણ હોય (૭) આ લોકમાં નિંદનીય હોય (૮) સારી રીતે જોયું, સાંભળ્યું કે જાણ્યું ન હોય (૯) પોતાની પ્રશંસા અને બીજાની નિંદા રૂપ હોય (૧૦) જે શિષ્ટાચારનું Page #237 -------------------------------------------------------------------------- ________________ jainology | 237 આગમસાર ઉલંઘન કરનાર હોય (૧૧) દ્રોહયુક્ત હોય (૧૨) જેનાથી કોઈને પણ પીડા થાય તેવું સત્ય પણ આશ્રવયુક્ત જ છે. તે સત્ય મહાવ્રતધારી માટે ત્યાગવા યોગ્ય છે. સત્ય ન હોવા છતાં સત્ય :- (૧) કોઈ દેશ વિદેશમાં જે શબ્દ પ્રસિદ્ધ હોય જેમ માતાને ‘આઈ’, નાઈને ‘રાજા’ આ જનપદ સત્ય છે (૨) ઘણા લોકોએ જે શબ્દોનો પ્રયોગ માન્ય રાખ્યો હોય જેમ કે પટરાણીને ‘દેવી’ આ શબ્દ સર્વને માન્ય સત્ય છે (૩) જેની મૂર્તિ હોય તે નામથી કહેવું અથવા શતરંજની ગોટીઓને હાથી ઘોડા કહેવા તે સ્થાપના સત્ય છે (૪) જેનું જે નામ રાખી દીધું તે ગુણ ન પણ હોય. જેમ કે નામ છે લક્ષ્મી પરંતુ હોય ભિખારણ, આ નામ સત્ય છે (૫) સાધુના ગુણ ન હોય પણ વેષ હોય તેને સાધુ કહેવા આ રૂપ સત્ય છે (૬) કોઈ અપેક્ષા વિશેષથી નાનું—મોટું કહેવું, જેમ પિતા દીક્ષા પર્યાયમાં નાના છે. પુત્ર મોટો છે તેને નાના મોટા કહેવા આ અપેક્ષા(પ્રતીત્ય) સત્ય છે (૭) લોક વ્યવહારમાં જે વચન પ્રચલિત થઈ જાય જેમ કે ગામ આવી ગયું. ગામ તો આવતું નથી, તોપણ બોલવું, આ વ્યવહાર સત્ય છે. (૮) કોઈ ગુણની મુખ્યતા હોય તેની અપેક્ષાએ કથન કરવું જેમ કે અનેક રંગ હોવા છતાં પણ મુખ્ય રંગનું કહેવું, અનેક ગુણ હોવા છતાં પણ એક અવગુણ હોવાથી અવગુણી કહી દેવું તે ભાવ સત્ય છે. (૯) સંયોગને કારણે તે નામથી કહેવું જેમ કે દંડ ધારણ કરવાથી ઠંડી. આ સંયોગ સત્ય છે. (૧૦) સમાનતાના આધારે ઉપમા લગાવી દેવી જેમ કે ચરણકમલ, મુખચંદ્ર આદિ આ શબ્દ પ્રયોગ કરવાથી સત્ય મહાવ્રત દોષિત થતું નથી. ભાષાજ્ઞાન :– પ્રાચીન પ્રસિદ્ધ છ ભાષા કહેલી છે– (૧) પ્રાકૃત (૨) સંસ્કૃત (૩) માગધી (૪) શૌરસેની (૫) પૈશાચી (૬) અપભ્રંશ. ગદ્ય અને પદ્યના ભેદથી તેમના બે–બે પ્રકાર છે. ભાષા શુદ્ધિ માટે ૧૬ પ્રકારનું વચન જ્ઞાન આવશ્યક છે (૧-૩) એક વચન, દ્વિવચન, બહુવચન. (૪-૬) સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ. (૭–૯) ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ. (૧૦) પ્રત્યક્ષ વચન—આ સજ્જન છે. (૧૧) પરોક્ષ વચન–તે ગુણવાન છે. (૧૨-૧૫) પ્રશંસાકારી અથવા દોષ પ્રગટ કરવાવાળા વચનની ચૌભંગી (૧૬) આધ્યાત્મ વચન.– મનની વાત અચાનક પ્રગટ થઈ જવી, એકાએક બોલી જવું, હૈયે તે હોઠે ની ઉક્તિ ચરિતાર્થ થઈ જવી. આ રીતે વિવેક તેમજ જ્ઞાન યુક્ત ભાષાનો પ્રયોગ કરવાવાળા સત્ય મહાવ્રતના આરાધક થાય છે. સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ :– પહેલી ભાવના : ચિંત્યભાષણ :- • જલ્દી–જલ્દી સમજ્યા કે વિચાર્યા વગર એકાએક ન બોલવું, ચપળતાથી ન બોલવું, કડવું ન બોલવું, કઠોર, પીડાકારી, સાવધ ન બોલવું. એનો વિચાર કરીને હિતકારી, પરિમિત, શુદ્ધ, સંગત, અવિરોધી, વિષયના અર્થને સ્પષ્ટ કરવાવાળી, વિચારપૂર્વક, સમય અને પ્રસંગ અનુસાર, સંયતીઓએ સત્ય ભાષા જ બોલવી જોઇએ. વગર વિચાર્યે બોલવાથી ક્યારેક અસત્ય ભાષાનો પ્રયોગ થઈ જાય છે અને કોઈકવાર ભયંકર અનર્થ ઉત્પન્ન થઈ જાય છે. સારી રીતે વિચાર કરીને બોલનારને પશ્ચાતાપ કરવાનો અવસર આવતો નથી. તેને લાંછિત થવું પડતું નથી અને તેનું સત્યવ્રત અખંડિત રહે છે. બીજી ભાવના : અક્રોધ :– કોઈ પ્રત્યે ક્રોધ ભાવ ન રાખવો, કારણ કે ક્રોધ ભાવનામાં રહેલી વ્યક્તિ જૂઠ, ચુગલી, કડવા કઠોર વચન બોલે છે, ક્લેશ, વૈર, વિવાદ કરે છે, સત્ય, સદાચાર, વિનય ગુણનો નાશ કરે છે. ક્રોધાગ્નિમાં બળતી થકી વ્યક્તિ ભાષામાં અનેક પ્રકારના દોષોનું આચરણ કરે છે. આમ બીજા મહાવ્રતના આરાધક સાધુઓએ ક્રોધ ન કરવો જોઇએ તેમજ નિરંતર ક્ષમાથી ભાવિત અંતઃકરણવાળા થઈને રહેવું જોઇએ. ન ક્રોધીનો વિવેક ચાલ્યો જાય છે, સત્ અસત્ત્નું ભાન રહેતું નથી, પાગલ જેવો બની જાય છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો, ક્રોધવૃત્તિ પર વિજય પ્રાપ્ત કરવો, શ્રમણને માટે પરમ આવશ્યક છે. ત્રીજી ભાવના : નિર્લોભતા :– લોભનો અર્થ છે– નહિ પ્રાપ્ત થયેલની ઇચ્છા અને પ્રાપ્ત થયેલમાં આસક્તિ. લોભી વ્યક્તિ યશ, કીર્તિ, સુખ—સુવિધા, ઋદ્ધિ— વૈભવ, આદર-સત્કાર-સન્માન, પ્રતિષ્ઠા, ભોગ–ઉપભોગની આવશ્યક સામગ્રીને માટે તેમજ બીજા પણ અનેક પ્રયોજનથી અસત્ય ભાષણ, મિશ્ર ભાષણ કરે છે; તેથી સાધુઓએ ઉપર કહેલ કોઈપણ વિષયમાં લોભ ન કરવો જોઇએ. લોભી વ્યક્તિ મિથ્યા ભાષણ કરે છે. લોભ પણ ખોટું બોલવાનું એક મુખ્ય કારણ છે તેથી નિર્લોભતાથી અંતઃકરણને ભાવિત કરવું જોઇએ. કોઈ તરફ પક્ષપાત પણ ન કરવો . ચોથી ભાવના : નિર્ભયતા :– ભયભીત ન થવું, નિર્ભય બનવું. ડરપોક, ભીરુ વ્યક્તિ અનેક ભયથી ભયગ્રસ્ત બનતી રહે છે. તે પોતે પણ ડરે છે અને બીજાને પણ ડરાવી દે છે.(ભય હાસ્યની જેમ ચેપી હોય છે). ડરપોક વ્યક્તિ ગ્રહણ કરેલ વ્રત નિયમની પ્રતિજ્ઞાને પૂર્ણ વહન કરી શકતી નથી. તેને છોડી દે છે, તેથી કોઈપણ વ્યક્તિથી કોઈપણ સંયોગમાં તેમજ રોગ, સંકટ, દુઃખ, મૃત્યુ આદિથી ભયભીત થવું ન જોઇએ. ઇષ્ટ–વિયોગ, અનિષ્ટ–આક્રોશ, ટકોર વગેરેના ભયથી પણ ડરવું ન જોઇએ. ભયથી અસત્યનો પ્રયોગ થાય છે. ભય આત્મશક્તિના વિકાસમાં બાધારૂપ બને છે, હિંમતને તોડી નાખે છે. ભય સમાધિનો વિનાશક છે, સંકલેશને ઉત્પન્ન કરવાવાળો છે; તે સત્ય પર સ્થિર રહેવા દેતો નથી. ડરપોક માનવ પોતે પણ સન્માર્ગ પર ચાલી શકતો નથી અને બીજાઓને પણ ચાલવામાં બાધક બને છે. ભયભીત બનેલી વ્યક્તિ ભયથી બચવા માટે હિંસા અથવા ખોટા માર્ગનો સહારો લે છે. તેની સરળતા નાશ પામે છે; જેથી તે અસત્ય અને માયાચાર કરે છે. વાસ્તવમાં ભય રાખવાથી કોઈ રોગ, આપત્તિ કે પ્રતિકૂળ સંયોગ દૂર થતા નથી. ભય કોઈપણ પ્રતિકૂળ સંયોગની ઔષધિ નથી કે જેનાથી તે નષ્ટ થઈ જાય. તેથી દરેક સાધકે આત્માને ભયભીત ન બનાવતાં સરળ, સત્યનિષ્ઠ, નિડર, ધૈર્યવાન બનાવવો જોઇએ. તો જ સત્ય મહાવ્રતની સાચી આરાધના થઈ શકે છે. માટે જ સત્ય ભગવાનના આરાધકોએ હંમેશાં પોતાના અંતઃકરણને ચિત્તની સ્થિરતાથી ધૈર્યવાન, સરળ તેમજ નિર્ભયતાયુક્ત બનાવવું જોઇએ. પાંચમી ભાવના : હાસ્ય ત્યાગ :– મહાવ્રતધારી સાધુઓએ હાસ્ય-મજાક, વિનોદનું સેવન કરવું ન જોઇએ. કદાચ એવો પ્રસંગ આવે તો મૌનનું અવલંબન લેવું જોઇએ. હાસ્ય કરનાર સાધક વ્યક્તિ સારી લાગતી નથી. હાસ્યમાં વ્યક્તિ અશાંતિને ઉત્પન્ન કરનાર શબ્દોનો પ્રયોગ કરે છે. કોઈનો પરિહાસ, તેના અપમાન કે તિરસ્કારનું કારણ પણ બને છે. મજાકમાં બીજાઓની નિંદા, તિરસ્કાર બહુ પ્રિય લાગે છે, તેમાં જ આનંદ આવે છે પરંતુ તે હાસ્યમાં કરેલી વૃત્તિઓ બીજાઓને પીડાકારી થાય છે. હાસ્ય વિકથાઓનો Page #238 -------------------------------------------------------------------------- ________________ 238 આગમચાર-પૂર્વાર્ધ વધારો કરનાર પણ છે તેમજ શરીરના અંગોને વિકૃત તથા ચેતના વગરના કરનાર છે. પ્રથમ નોકષાય છે. કષાયને જન્મ આપે છે. વિધમાન કષાયોને ભડકાવનારું ઈધણ છે. અનેક યુધ્ધો હાસ્યના નિમિતથી થયાં છે. - હાસ્યમાં એક બીજાની ગુપ્ત વાત પ્રગટ કરીને અપમાન કરાય છે. આ રીતે હાસ્ય વૃત્તિ સત્ય તેમજ સંયમનો વિનાશ કરનાર છે. પરભવમાં પણ ગતિને બગાડનાર છે. તેથી સત્ય મહાવ્રત ધારી સાધુએ હાસ્ય મજાકનો ત્યાગ કરીને વધારેમાં વધારે મૌનવ્રત ધારણ કરીને પોતાના અંતઃકરણને ગંભીરતા, સરળતા તેમજ સત્યનિષ્ઠતા યુક્ત કરતા રહેવું જોઇએ. હાસ્યમાં સત્યને પણ વિકૃત કરવું પડે છે. મીઠાં-મરચાં ભભરાવીને બોલવું પડે છે. ભાવાર્થ એ છે કે હાસ્યમાં અસત્યનો આધાર લેવો પડે છે. તેથી સત્યવ્રતના રક્ષણ માટે હાસ્યવૃત્તિને છોડવી અત્યંત આવશ્યક સમજવી જોઇએ. ગળ વધેલ સાધુ પણ જો હાસ્યવૃત્તિમાં પડી જાય તો તેના સંયમનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે. તે કુતૂહલ પ્રિય બની જાય છે અને દેવગતિમાં પણ કિલ્વિષિક આદિ દેવમાં ઉત્પન્ન થાય છે. સંયમનો વિરાધક બની જાય છે. આ સત્ય બોલવાના ઉપરોક્ત મુખ્ય પાંચ કારણ કહ્યા છે. તેમાં નહિં અટકતાં આત્માને સંયમ ગુણોમાં ભાવિત કરતા રહેવું જોઈએ. અસત્યથી બચવાનો આ સીધો અને સરળ ઉપાય છે કે સત્ય વ્રતના આરાધકોએ– (૧) હંમેશા ઊંડો વિચાર કરીને નિરવદ્ય કોમળ વચન બોલવા. (૨–૩) ક્રોધ, લોભ આદિ કષાયોને વશ થઈને ન બોલવું (૪–૫) ભય તેમજ હાસ્ય વૃત્તિનો સહારો પણ ન લેવો પરંતુ વિચારકતા, શાંતિ, નિલભતા, મૌન, ગંભીરતા આદિ ગુણો ધારણ કરવા જોઈએ. આ પાંચ ભાવનાઓથી પુષ્ટ થઈને સત્ય સંવર દ્વારા આત્માને આશ્રવરહિત બનાવવામાં પૂર્ણ સફળ થાય છે. ત્રીજું અધ્યયન: અચૌર્ય (મહાવ્રત) અચૌર્યનું સ્વરૂપઃ- (૧) આ ત્રીજું સંવર દ્વાર છે તેમાં ચોરી કરવાનું, દીધા વગર કોઈ વસ્તુ લેવી તેમજ આજ્ઞા વગર કોઈ પણ વસ્તુ લેવી, તે સર્વનો ત્યાગ કરાય છે. પૂર્ણરૂપે ત્યાગ કરવાવાળા જ મહાવ્રતધારી કહેવાય છે. તેમાં પર દ્રવ્યની અનંત તૃષ્ણાનો નિગ્રહ થઈ જાય છે આશ્રવોનો નિરોધ થાય છે. તેનું પાલન કરનાર નિર્ભય થાય છે અર્થાત્ ચોરી અને અદત્તથી ઉત્પન્ન થતી આપત્તિઓથી રહિત થઈ જાય છે. તેના અભ્યાસથી સંયમશીલ સાધકના હાથ–પગ પણ સંયમિત થઈ જાય છે. તેઓ અદત્ત અને આજ્ઞા વગરની વસ્તુનો સ્પર્શ પણ કરતા નથી. આવા અસ્તેય મહાવ્રતનું અનેક ઉત્તમ પુરુષોએ સેવન ક્યું છે, તે ઉત્તમ પુરુષો દ્વારા પરમ શ્રેષ્ઠ ધર્માચરણરૂપે માન્ય કરાયું છે. (૨) આ મહાવ્રતના આરાધક શ્રમણ ક્યાંય પણ પડેલી કે ખોવાયેલી ચીજ, તેમજ કોઈપણ ભૂલી ગયા હોય તેવી વસ્તુને પોતે લેતા નથી, કોઈને લેવાનું પણ કહેતા નથી. તેને માટે સોનું, મણિ, રત્ન, પથ્થર બધું સમાન છે. કોઈમાં પણ આકર્ષણ કે કુતૂહલ પ્રલોભન હોતું નથી. આ રીતે તે મહાવ્રતધારી લોકમાં વિચરણ કરે છે. (૩) જંગલમાં, ખેતરમાં કે રસ્તામાં કોઈપણ પુષ્પ, પાંદડા, ફળ, ઘાસ, તૃણ, પથ્થર, રેતી વગેરે નાની કે મોટી, થોડી અથવા વધારે કીમતની વસ્તુને દીધા વગર અથવા કોઈની આજ્ઞા વગર ગ્રહણ કરતા નથી. અર્થાત્ અચેત તૃણની આવશ્યકતા હોવા છતાં પણ અદત્ત અથવા આજ્ઞા વગર લેતા નથી. કોઈ સમયમાં સંયમ કે શરીર માટે ઉપયોગી, વ્યક્તિગત માલિકીથી રહિત વસ્તુની શકેન્દ્ર મહારાજની આજ્ઞા લઈને ગ્રહણ કરે છે. (૪) અસ્તેય મહાવ્રતધારી મકાન, પાટ, આહાર, વસ્ત્ર, પાત્ર યા અન્ય વસ્તુ કોઈના દેવા પર જ ગ્રહણ કરે છે. બીજાના અવગુણ અપવાદ કરતા નથી. કોઈના ગુણોનો નિષેધ–નાશ કરતા નથી. બીજાના નામથી કોઈ વસ્તુ લેતા નથી. કોઈ દાન કરતું હોય તો તેમાં અંતરાય કરતા નથી. કોઈની ચાડી કરતા નથી તેમજ કોઈની સાથે મત્સર(અહંકાર) ભાવ પણ રાખતા નથી. આ સૂક્ષ્મ અદત્તના ત્યાગની અપેક્ષાએ કથન છે. આ મહાવ્રતમાં જીવ-અદત્ત, તીર્થકર–અદત્તનો પણ ત્યાગ થાય છે.(અ (૫) જે સાધુ શય્યા સંસ્કારક અથવા ભંડોપકરણ વિધિ યુક્ત ગ્રહણ કરતા નથી, સાધર્મિકોમાં સંવિભાગ કરતા નથી. પોતે સંગ્રહ કરી લે છે. (૧) શક્તિ હોવા છતાં તપ કરતા નથી (૨) વ્રતોનું પાલન બરાબર કરતા નથી (૩) રૂપ(વેશ)ની મર્યાદાનો ભંગ કરે છે (૪) બીજી પણ સમાચારીનો ભંગ કરે છે (૫) ભાવોની વિશુદ્ધિ પૂર્ણરૂપે ન રાખતા કલુષતા, મત્સરતા, હર્ષ-વિષાદ, રાગ-દ્વેષ, નિંદા-વિકથા આદિ કરે છે. આ રીતે જે ક્રમશઃ તપના ચોર, વ્રતના ચોર, રૂપના ચોર, આચારના ચોર, ભાવોના ચોર બને છે અર્થાત્ તે સંબંધી ભગવાનની આજ્ઞાઓમાં પુરુષાર્થ કરતા નથી. તેઓ પરસ્પરમાં બોલાચાલી, ક્લેશ, કલહ, વાદ-વિવાદ, વૈર–વિરોધ કરે છે, અસમાધિભાવ ઉત્પન્ન કરે છે, ખાવાની કોઈ મર્યાદા રાખતા નથી, લાંબા સમય સુધી વેરભાવ રાખે છે, વારંવાર ગુસ્સો કરતા રહે છે, આવા લક્ષણોવાળા સાધક ભગવંતની આજ્ઞાના ચોર છે. તેઓ અસ્તેય વ્રતનું સમ્યક આરાધન કરી શકતા નથી. (૬) ઉપર કહેલ દોષોનો ત્યાગ કરીને જે આહાર-પાણી ભંડોપકરણોને સમ્યક વિધિથી પ્રાપ્ત કરીને, બાલ, ગ્લાન, તપસ્વી, સાધર્મિક સાધુઓની સેવા ભક્તિ કરે છે. આચાર્ય, ઉપાધ્યાય આદિ પૂજ્ય પુરુષોની વિનય, ભક્તિ, સેવા કરે છે. હંમેશાં પૂજ્ય પુરુષોના ચિત્તની આરાધના કરે છે. નિર્જરાના લક્ષે દસ પ્રકારની વૈયાવચ્ચ-સેવા કરે છે. દીધા વગર કે આજ્ઞા વગર મકાન આદિ, આહાર આદિ કોઈપણ વસ્તુ ગ્રહણ કરતા નથી. કોઈ જીવોનાં પ્રાણોનું પણ હરણ કરતાં નથી (જીવઅદત). ક્લેશ, વૈરભાવ, કષાય, નિંદા, કપટ, પ્રપંચ કરતા નથી. કોઈનું પણ ક્યારેય વિપરીત કે અપ્રિય કરતા નથી અથવા કોઈને પણ દાન ધર્મથી વિમુખ કરતા નથી. એવા સાધક આ અસ્તેયવ્રતના સમ્યક આરાધક થાય છે. (૭) આ રીતે જિનેશ્વરે કહેલ ત્રીજું મહાવ્રત આત્માને હિતકારી છે. બીજા ભવમાં શુભ ફળને આપનાર છે, ભવિષ્યને માટે કલ્યાણકારી છે. પાપોને અને પાપના ફળને શાંત કરનાર છે. આ મહાવ્રતની સુરક્ષા તેમજ સફળ આરાધનાને માટે પાંચ ભાવના કહી છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ 239 jainology આગમસાર અચૌર્ય મહાવ્રતની પાંચ ભાવના :પ્રથમ ભાવના નિર્દોષ ઉપાશ્રય:- ગામ આદિમાં વિચરણ કરતા મુનિને નિવાસ કરવાને માટે જે કોઈ મકાનમાં રોકાવું હોય તે, પરબ હોય કે મંદિર (દેવાલય), બગીચો કે ગુફા, કારખાના કે દુકાન, યાનશાળા કે મંડપ, શૂન્યઘર કે સ્મશાનમાં બનાવેલું સ્થાન, એવા કોઈપણ મકાન હોય તેમાં સચેત પાણી માટી, બીજ આદિ વેરાયેલ ન હોય, લીલોતરી રસ્તામાં ન હોય, કીડી, મકોડા આદિ ત્રસ જીવો ન હોય, લઘુનીત, વડીનીત પરઠવાની જગ્યાની સુવિધા હોય, ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલ હોય, સ્ત્રી આદિના નિવાસથી રહિત હોય, બીજી પણ કલ્પ મર્યાદાઓથી પૂર્ણ ઉપયુક્ત હોય ત્યાં સાધુઓએ રહેવું જોઇએ. જો તે સ્થાન આધાકર્મ આદિ દોષોથી યુક્ત હોય, સાધુને માટે તેમાં અનેક પ્રકારની તૈયારી એટલે સફાઈ કરવી, પાણી છાંટવું, લીપવું આદિ કાર્ય કરેલ હોય, અંદર રહેલ સચેત પદાર્થોને અથવા વધારે પડતો સામાન, વધારે ભારે ઉપકરણોને હટાવ્યા હોય, મકાન કે ઓરડા ખાલી કર્યા હોય, જેનાથી વિરાધનામાં વધારો થયો હોય, એવા ઉપાશ્રય(મકાન) સાધુએ ગ્રહણ કરવા જોઈએ નહિ. બીજા આગમ, આચારાંગ આદિમાં પણ તેનો નિષેધ કરવામાં આવ્યો છે. આ રીતે વિવિક્ત (સ્ત્રી આદિથી રહિત) વાસ અને શય્યાના વિવેકથી આત્માને ભાવિત કરવો જોઇએ, ક્લેશ કદાગ્રહ પાપકર્મોથી નિવૃત્ત રહેવું જોઇએ; દત્ત અને અનુજ્ઞાત (ભગવદઆજ્ઞા પ્રમાણે) જ લેવું જોઇએ. બીજી ભાવના : નિર્દોષ સંસ્તારક :- ઉપાશ્રય-મકાન આદિ આજ્ઞા લેવા ઉપરાંત ઘાસ. પાટ આદિ સંસ્તારક ૩૫ કોઈ પણ ઉપકરણની જરૂર હોય તો તેની આજ્ઞા પણ અલગથી લેવી જોઇએ. તાત્પર્ય એ છે કે મકાનની આજ્ઞા લેવાથી ત્યાં રહેલ અન્ય બધા પદાર્થની આજ્ઞા લીધી, તેમ ન સમજવું. પરંતુ ત્યાં રહેલ અન્યાન્ય ઉપકરણોની અથવા પથ્થર રેતી આદિની અલગ આવશ્યકતા અનુસાર આજ્ઞા લેવી જોઈએ. આ રીતે “અવગ્રહ ગ્રહણ સમિતિથી દત્ત અને અનુજ્ઞાત ગ્રહણ કરવાની રુચિથી આત્માને ભાવિતા કરવો જોઇએ. ત્રીજી ભાવનાઃ શય્યા પરિકર્મ વર્જન:- શય્યા સંસ્તારક મકાન આદિને માટે મુનિ કોઈ છેદન–ભેદન, આરંભ-સમારંભનું કાર્ય ન કરે અને કરાવે પણ નહિ. મકાનને સમ-વિષમ, હવાવાળું કે હવા રહિત આદિ કરાવે નહિ; તેમજ એવું કરવાની ઇચ્છા રાખે નહીં; ડાંસ, મચ્છર આદિ પ્રાણીઓને યુભિત કરે નહીં, ત્રાસ પહોંચાડે નહીં. યતનાથી દૂર કરવા સિવાય કંઈ જ ન કરે. આ રીતે સંયમ, સંવર, સમાધિની પ્રમુખતાવાળા બનીને મુનિ કષાય તેમજ ઇન્દ્રિય નિગ્રહની પ્રધાનતાવાળા બને. ધૈર્યની સાથે આ મકાન સંબંધી સ્થિતિઓમાં મુનિ સમભાવ રાખે, આત્મ-ધ્યાનમાં લીન રહે. મુનિ સદા સમિતિ યુક્ત થઈને એકત્વ આદિ ભાવનાઓથી પોતાને ભાવિત કરતા થકાં સંયમ, ધર્મ તેમજ અસ્તેય મહાવ્રતનું પાલન કરે. આ રીતે શઠા સમિતિ યોગોથી આત્માને ભાવિત કરતા થકા જે શય્યા પ્રાપ્ત થાય તેમાં સમપરિણામી બને. ચોથી ભાવના અનુજ્ઞાત ભક્તાદિ - અનેક સાધુઓને માટે જે સામુહિક આહાર આદિ લાવ્યા હોય તેમાં ખાવાનો પૂર્ણ વિવેક રાખવો જોઇએ. અર્થાત્ તેમાં સ્વાદિષ્ટ મનોજ્ઞ શાક આદિ પોતે પહેલા અથવા વધારે અથવા જલ્દી ન ખાવું જોઈએ. બીજાઓને કોઈપણ પ્રકારનો પરિતાપ, સંક્લેશ, અસમાધિ ન થાય, અંતરાય ન થાય તેવા વિવેકથી, ચંચળતા રહિત થઈને ખાવું જોઈએ. જેનાથી ત્રીજા વ્રતમાં કોઈ દોષ ન લાગે. આ રીતે “સામુહિક આહાર પ્રાપ્ત સમિતિમાં આત્માને સમ્યક પ્રકારે ભાવિત કરતો થકો દીધેલ અને અનુજ્ઞાત ગ્રહણની રુચિવાળા બને તથા કલેશ આદિ પાપો કરવા કરાવવાથી વિરક્ત બને. પાંચમી ભાવના: સાધર્મિક વિનય :- સાધર્મિક, સહવર્તી પ્રત્યે વિનયવંત રહે તેમજ તેમના ઉપકરણો પ્રત્યે પણ વિનય વિવેક રાખે. તેના તપના પારણામાં વિનય વિવેક રાખે. સ્વાધ્યાય આદિમાં, દેવા-લેવા કે પૂછવામાં, બહાર જવા-આવવામાં, તેના પ્રત્યે વિનય પ્રવૃત્તિ રાખે અર્થાત્ પ્રત્યેક કાર્ય પૂછીને તેમજ વિનય શિષ્ટાચાર પૂર્વક કરે. આ પ્રકારે બીજા બધા સંયમ યોગમાં સાધર્મિકની સાથે વિનયપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. વિનય પણ આત્યંતર તપ છે અને તપ જ સંયમમાં પ્રધાન ધર્મ છે તેથી ગુરુ, સાધર્મિક, તપસ્વીનો પૂર્ણરૂપે વિનય કરવો જોઇએ. આ રીતે વિનય વિવેકથી ભાવિત અંત:કરણવાળા બને. વ્રતની પાંચ ભાવના વ્યક્ત કહેલ વર્ણન અદત્ત મહાવ્રતની સસ્મતા તેમજ ભાવાત્મકતાથી પરિપૂર્ણ છે. તેને તાત્પર્ય એ છે કે વિનય, સેવા, ભક્તિ ન કરવાથી અને સામુહિક આહાર આદિનો અવિવેકથી ઉપયોગ કરવાથી પણ અસ્તેય મહાવ્રતની વિરાધના થાય છે. યોગ્યઅયોગ્ય મકાન સંસ્મારકના વિષયમાં કોઈ પણ સંકલ્પ અથવા પ્રવૃત્તિ કરવી પણ અદત્ત છે. આધાકર્મ અથવા પરિકર્મ દોષયુક્ત મકાનનો ઉપયોગ કરવો પણ અદત્ત છે. તૃણ, કાંકરા, માટી આદિની યાચના કે અનુજ્ઞા વગર ગ્રહણ કરવું અદત છે. સમૂહમાં રહેવા છતાં સેવાભાવ અથવા સેવા પ્રવૃત્તિ ન કરવી એ પણ અદત્ત છે. શક્તિ અનુસાર તપ, વ્રત-પાલન, સમાચારી પાલન આદિમાં ન્યૂનતા કરવી; એ પણ અદત્ત છે. કલહ, કદાગ્રહ, વિવાદ, વિકથા, કષાય વગેરે કરવા, માયા-પ્રપંચ, પરનિંદા, તિરસ્કાર અને ચાડી કરવી પણ અદત્ત છે. મત્સર ભાવ, વૈરભાવ રાખવા અને દિવસભર ખાતા રહેવું પણ અદત્ત છે. ઉપર કહેલ વર્ણનથી અદત્તની પૂર્ણ સૂક્ષ્મતા અને વિશાળતાને સમજીને પરિપૂર્ણ સાવધાની સાથે આ ત્રીજા અસ્તેય મહાવ્રત રૂપ સંવર દ્વારનું મન, વચન, કાયાથી પાલન કરવું જોઇએ. ચોથું અધ્યયન બ્રહ્મચર્ય(મહાવ્રત) આ ચોથું સંવર દ્વાર ચોથા મહાવ્રતરૂપ છે. પાંચ મહાવ્રતોમાં આ મહાવ્રતનું વિશેષ સ્થાન છે. અનેકવિધ તપોમાં પણ બ્રહ્મચર્યને ઉત્તમ-શ્રેષ્ઠ તપ કહ્યું છે. આ અધ્યયનમાં બ્રહ્મચર્યને “ભગવાન” શબ્દથી ઉપમિત કરાયું છે. બ્રહ્મચર્યનો મહિમા – બ્રહ્મચર્ય એ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિનય, સમ્યકત્વ આદિ ગુણોનું મૂળ છે, અનેક યમ નિયમોમાં મુખ્ય નિયમ છે. તેની વિદ્યમાનતામાં મનુષ્યનું અંતઃકરણ સ્થિર થઈ જાય છે. અર્થાત્ બ્રહ્મચર્યની સમ્યફ આરાધનાથી ચિત્તવૃત્તિ અસ્થિર રહેતી નથી, ગંભીરતાની વૃદ્ધિ થાય છે; સરળ આત્મા એવા સાધુજનો દ્વારા આ સેવિત છે; સૌમ્ય, શુભ અને કલ્યાણકર છે; મોક્ષના પરમ માર્ગ અને સિદ્ધ ગતિના દ્વાર રૂપ છે; શૂરવીર ધીર પુરુષો દ્વારા વિશુદ્ધ આરાધિત છે; ખેદથી રહિત, નિર્ભય અને રાગાદિના Page #240 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 240 લેપથી, કર્મબંધ સંગ્રહથી રહિત છે; ચિત્તની શાંતિનું સ્થાન છે; દુર્ગતિને રોકનાર અને સદ્ગતિનો પથ પ્રદર્શક છે; લોકમાં આ બ્રહ્મચર્ય ઉત્તમ મહાવ્રત છે. આ પાસરોવરની પાળ-ભીંતની સમાન, ગાડીના આરા અથવા ધરીની સમાન, વૃક્ષના સ્કંધની સમાન, મહાનગરના કોટ દરવાજા તેમજ અર્ગલા સમાન, ધ્વજાની દોરીની સમાન, તેમજ વિશુદ્ધ અનેક ગુણોથી સુસંપન્ન છે અર્થાત્ કહેલ સરોવર આદિ જેમ પાળ આદિથી જ સુરક્ષિત હોય છે. પાળ આદિના નાશ થવા પર તે પણ નાશ થઈ જાય, તેવી જ રીતે બ્રહ્મચર્ય મહાવ્રતના આધારથી જ બધા મહાવ્રત સરક્ષિત છે. તેમની અખંડતામાં જ બધા મહાવ્રતોની અખંડતા ટકી શકે છે. બ્રહ્મચર્યના વિનાશમાં વિનય, શીલ. તપ, નિયમ, આદિ બધા ગુણ સમૂહનો વાસ્તવમાં વિનાશ થઈ જાય છે. ઉપરનો માત્ર વેશ રહે છે. આ રીતે બ્રહ્મચર્ય ભગવાન જ બધા વ્રતોમાં સર્વોપરિ મહત્ત્વવાન છે, પ્રાણ સ્વરૂપ છે. - બ્રહ્મચર્ય મહાવ્રત સરળ, શુદ્ધ સ્વભાવી મુનિઓ દ્વારા સેવાયેલ, તીર્થકરો દ્વારા ઉપદિષ્ટ, વૈરભાવ કષાયભાવથી મુક્ત કરાવનાર, સિદ્ધગતિના દરવાજાને ખોલનાર, નરક તિર્યંચ આદિ દુર્ગતિનો અવરોધ કરાવનાર છે; બધા પવિત્ર અનુષ્ઠાનોને સારયુક્ત બનાવનાર છે અર્થાત્ બ્રહ્મચર્યના અભાવમાં બધા અનુષ્ઠાન સાર વગરના થઈ જાય છે. બ્રહ્મચર્ય બધા ગુણોની સમ્યક આરાધના કરાવનાર છે. બ્રહ્મચર્યના પ્રભાવથી સાધક નરેન્દ્ર, દેવેન્દ્રોને પણ નમસ્કરણીય, સન્માનનીય, પૂજનીય બની જાય છે. જે બ્રહ્મચર્યનું પૂર્ણપણે શુદ્ધ પાલન કરે છે તે જ સાચા સાધુ છે, બ્રાહ્મણ છે, તપસ્વી, વાસ્તવિક સાધુ, ઋષિ, મુનિ, સંયતી અને ભિક્ષુ છે. બ્રહ્મચર્યના વિઘાતક આચાર :- રાગ, દ્વેષ અને મોહવર્ધક કાર્યો, મધ, પ્રમાદ, સ્નાન, મર્દન, વિલેપન વારંવાર અંગોપાંગોનું પ્રક્ષાલન, સુગંધી પદાર્થોનું સેવન, અલંકૃત–વિભૂષિત થવું. હાસ્ય, ગાન, વાદ્ય, નૃત્ય, ખેલ-કૂદ આદિ કૃત્યો તપ-સંયમ અને બ્રહ્મચર્યના બાધક કૃત્ય છે, તેનો ત્યાગ કરવો જોઈએ અને સદા સર્વદા તપ–સંયમ અને નિયમો દ્વારા આત્માને ભાવિત કરતા રહેવું જોઇએ. બ્રહ્મચર્યના સાધક આચાર:- સ્નાન–મંજન ત્યાગ, જલ–મેલ ધારણ, વધારેમાં વધારે મૌનવ્રતનું પાલન (અર્થાત્ મૌન વ્રત ધારણ કરવું એ પણ સંયમ બ્રહ્મચર્યની સાધનામાં આવશ્યક અંગ છે). કેશ લોચ, ક્ષમા, ઇન્દ્રિયદમન, ઇચ્છા નિરોધ, અલ્પવસ્ત્ર, ભૂખ-તરસ સહન કરવી, ઠંડી, ગર્મી, સહન કરવી, કાષ્ઠ અથવા ભૂમિ પર શયન, ભિક્ષા માટે બ્રમણ, લાભાલાભ, માન, અપમાન, નિંદામાં તટસ્થ રહેવું, ડાંસ-મચ્છર કષ્ટને સહન કરવું, અનેક નિયમ અભિગ્રહ તપસ્યા કરવી; તેમ અનેક ગુણો તેમજ વિનયથી આત્માને ભાવિત કરવો. આ રીતે આચરણ કરવાથી બ્રહ્મચર્ય વ્રત સ્થિર, દઢ, સુદઢ થાય છે અર્થાતુ તેની પૂર્ણ શુદ્ધિ રહે છે. આ રીતે બ્રહ્મચર્યનું રક્ષણ જિનોપદિષ્ટ છે. તેનું શુદ્ધ પાલન આત્માને માટે આ ભવમાં પર ભવમાં કલ્યાણકારી છે. તેમજ સંપૂર્ણ કર્મો અને દુઃખોને શાંત અને સમાપ્ત કરવાવાળો છે. આ ચોથા મહાવ્રતની સુરક્ષાને માટે પાંચ ભાવનાઓ છે, તે આ પ્રમાણે છેબ્રહ્મચર્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ:પ્રથમ ભાવના વિવિક્ત શયનાસન - ચોથા મહાવ્રતની આરાધના કરનાર શ્રમણોએ એવા સ્થાનોમાં રહેવું ન જોઈએ કે જ્યાં સ્ત્રીઓ રહેતી હોય, સ્ત્રીઓને બેસવાનું, વાતો કરવાનું અથવા બીજું કોઈપણ કાર્ય કરવાનું સ્થાન હોય, જ્યાં સ્ત્રીઓ નજીકમાં રહેતી હોય, તેનો સંસર્ગ વધારે થતો હોય, તેને શણગાર, સ્નાન, મળમૂત્ર વિસર્જન સ્થાન અને મોહને વધા કરવાનું સ્થાન નજીક હોય અથવા સામે હોય; આવા સ્ત્રી નિવાસની નજીક તેમજ સ્ત્રી સંસર્ગ– વાળા સ્થાનોમાં બ્રહ્મચારી પુરુષોએ રહેવું જોઇએ નહિ. બ્રહ્મચારિણી સાધ્વીઓએ આવા પુરુષની નજીકના તેમજ પુરુષ સંસર્ગવાળા સ્થાનોમાં રહેવું જોઇએ નહિ. બીજી ભાવના સ્ત્રી કથા ત્યાગ:- બ્રહ્મચારી સાધકોએ સ્ત્રીઓની વચ્ચે બેસીને વાર્તાલાપ કરવાથી બચવું જોઈએ. સ્ત્રીઓની કામુક ચેષ્ટાઓ અને વિલાસ, હાસ્ય આદિનું; સ્ત્રીઓની વેશભૂષાનું; તેના રૂપ, સૌંદર્ય, વિવાહ આદિનું વર્ણન કરવું, સાંભળવું અથવા I કરવું વગેરે પ્રવૃત્તિથી બચવું જોઈએ. આ પ્રકારના કથન તેમજ શ્રવણ પણ માંહને વધારનાર બને છે. આવા વણનાનું વાંચન ચિંતન પણ કરવું ન જોઇએ. બ્રહ્મચારિણી સાધ્વીઓએ પુરુષ સંબંધી કહેલ વિષયોનું વાંચન, શ્રવણ અથવા વિવેચન કરવું ન જોઇએ. ત્રીજી ભાવના રૂપ ત્યાગ:- બ્રહ્મચારી સાધકોએ ચક્ષુ ઇન્દ્રિયનો પૂર્ણરૂપથી નિગ્રહ કરવો જોઈએ. વિવિધ કામરાગ વધારનાર, મોહને ઉત્પન્ન કરનાર, આસક્તિ ઉત્પન્ન કરનાર દશ્યો કે ચિત્રોને જોવામાં વિરક્ત-ઉદાસીન રહેવું જોઇએ. સ્ત્રીઓની પાસે બેસીને, ઊભા રહીને અથવા દૂરથી તેના હાસ્ય, બોલચાલ, હાવભાવ, ક્રિીડા, નૃત્ય, ગાયન, રૂપરંગ, હાથપગ આદિની બનાવટ, નયન, લાવણ્ય, યૌવન, શરીર સૌષ્ઠવ, વસ્ત્ર, આભૂષણ, કેશ, મુખ, લલાટ આદિ પર દષ્ટિ કરવી ન જોઇએ. સહજ ક્યારેક દષ્ટિ પડી જાય તો તરત જ દૂર કરી લેવી જોઇએ, એકીટશે જોવું ન જોઈએ. આ પ્રકારે વિવેક રાખવાથી નેત્રો દ્વારા મનમાં મોહભાવ ઉત્પન્ન થતો. નથી. સાધ્વીને માટે પુરુષના રૂપ સંબંધી કહેલા વિષયોને સમજી લેવા જોઇએ. ચોથી ભાવનાઃ ભોગવેલ ભોગોના સ્મરણનો ત્યાગ – મગજમાં ગૃહસ્થ જીવનની કેટલીય ઘટનાઓ તેમજ દાંપત્ય જીવનની. વૃત્તિઓના સંસ્કાર સંસ્મરણ સંચિત્ત રહે છે. તે સમસ્ત સંસ્મરણોથી મુનિઓએ હંમેશાં બચતા રહેવું જોઇએ. ક્યારેક સ્મૃતિપટ પર ઉપસ્થિત થઈ જાય તો પણ તેના પ્રત્યે આકર્ષણભાવ ન રાખતા જ્ઞાન તેમજ વૈરાગ્ય દ્વારા ધૃણા, અરુચિ, ખેદ વગેરેના સંસ્કાર જાગૃત રાખવા જોઈએ. જે બાલદીક્ષિત હોય તેમણે બીજાના દાંપત્ય જીવન સંબંધી સંસ્મરણોને સ્મૃતિપટ પર આવવા દેવા ન જોઈએ. ભાવાર્થ એ છે કે સ્વાધ્યાય, ધ્યાન, સંયમ, યોગ, અનુપ્રેક્ષા આદિમાં હંમેશાં તલ્લીન રહેવું જોઇએ. જ્ઞાન તેમજ વૈરાગ્યથી આત્માને સદા ભાવિત કરતાં ઉપરોક્ત આત્મવિકાસ કરતા રહેવું જોઇએ. પાંચમી ભાવનાઃ સરસ સ્વાદિષ્ટ આહારનો ત્યાગ:- બ્રહ્મચર્યનો આહાર–ભોજન સાથે બહુ જ સંબંધ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ jainology | આગમસાર (૧) બળને વધારનાર, ઇન્દ્રિયોને ઉત્તેજિત કરનાર આહાર બ્રહ્મચર્યનો વિઘાતક છે. જિહેન્દ્રિય પર નિયંત્રણ કરવું, નિરતિચાર બ્રહ્મચર્ય પાલન માટે અત્યંત આવશ્યક છે. જિલ્લાલોલુપ, સરસ, સ્વાદિષ્ટ, પૌષ્ટિક ભોજન કરનારા, આ વ્રતનું સમ્યક આરાધન કરી શકતા નથી. તેથી દૂધ, દહીં, ઘી, માખણ, મીઠા, ખારા આદિ પદાર્થોનું સેવન અથવા વારંવાર સેવન બ્રહ્મચારીને માટે હાનિકારક છે. (૨) સાધકે આહારની માત્રાનું પણ પૂર્ણરૂપથી ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે; પેટભરીને ક્યારેય પણ કોઈ ચીજ ખાવી–પીવી ન જોઇએ; હંમેશાં ઊણોદરીથી પેટને હલકું રાખવું જોઇએ; ઓછું ખાવું, ઓછીવાર ખાવું અર્થાત્ વારંવાર ન ખાવું અને ઓછા પદાર્થ ખાવા; આ નિયમોનું અવશ્ય પાલન કરવું જોઇએ. (૩) ખાસ વાત આહારના સંબંધમાં એ છે કે બ્રહ્મચર્ય સાધકે હંમેશાં ખાવું ન જોઇએ અર્થાત્ દ૨૨ોજ ભોજન કરવું ન જોઇએ, વચમાં ઉપવાસ કે આયંબિલ આદિ તપસ્યા કરતા રહેવું જોઇએ. જે સાધક આ પાંચ ભાવનાઓનું સારી રીતે પાલન કરે છે તે બ્રહ્મચર્ય મહાવ્રતની સાધનામાં સફળ થઈ શકે છે. 241 પાંચમું અધ્યયન ઃ અપરિગ્રહ(મહાવ્રત) (૧) અપરિગ્રહ એ પાંચમું સંવર દ્વાર છે. પરિગ્રહ સંસાર ભ્રમણનું મુખ્ય કારણ છે. તેનો ત્યાગ કરનારા; સાથે જ મમત્વભાવ, આસક્તિભાવનો ત્યાગ કરનારા, ઇન્દ્રિય તેમજ કષાયોનો સંવર–નિયંત્રણ કરનારા; જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રરૂપિત બધા તત્ત્વોની એકથી લઈને તેત્રીશ સુધીના બોલોની પૂર્ણ અડગ શ્રદ્ધા રાખનારા અને તેમાં શંકા ન કરનારા; બીજા સિદ્ધાંતોની આકાંક્ષાઓથી દૂર રહેનારા; ઋદ્ધિ આદિ ગર્વ તેમજ નિદાનથી રહિત થઈને નિર્લોભી રહેનારા; મૂઢતાનો ત્યાગ કરીને જ્ઞાન અને વિવેક ધારણ કરનારા; બધા પ્રકારના લોભનો ત્યાગ કરીને મન, વચન અને કાયાથી સંવૃત બનનારા અપરિગ્રહી સાધુ છે અને તે જ સાચા સાધુ છે. (૨) મંદર મેરુ પર્વતના શિખરની ચૂલિકા સમાન આ મોક્ષ માર્ગના શિખરભૂત ચરમ સંવર સ્થાન છે. શ્રેષ્ઠ વૃક્ષની ઉપમાથી યુક્ત છે; જેમાં સમ્યક્ત્વ મૂળ છે, અનાશ્રવ અને મોક્ષ તેનો સાર છે. (૩) અપરિગ્રહી સાધક કોઈપણ ગામ નગર આદિને તેમજ કોઈપણ દાસ–દાસી, પશુ–વાહન, સોના—ચાંદી, મકાન–જમીન-જાયદાદની સંપત્તિને ગ્રહણ ન કરે. તેને પોતાની ન સમજે. તેમાં મમત્વ—મૂર્છાભાવ ન કરે. કોઈપણ નાના—મોટા પદાર્થ, વ્યક્તિ, સ્થાનને મારું’‘મારું’ એવું ન કહે કે ન સમજે. સંયમમાં આવશ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સહાયક તેમજ શરીરના સંરક્ષક અતિ જરૂરી, ઉપકરણો પદાર્થો સિવાય છત્ર, જૂતા આદિ ન રાખે. બીજાના ચિત્ત લોભિત કે આકર્ષિત થાય તેવા બહુમૂલ્ય ઉપકરણ પણ ન રાખે. (૪) આહાર, ઔષધ, ભેષજ આદિને માટે પુષ્પ, ફળ, બીજ, કંદ, આદિ કોઈપણ સચિત્ત પદાર્થ ગ્રહણ ન કરે, કારણ કે શ્રમણોને માટે તીર્થંકર ભગવંતોએ આ બધા સચિત્ત પદાર્થ ત્યાજ્ય કહેલ છે.તેના ગ્રહણથી જીવોનો વિનાશ થાય છે.અર્થાત્ જીવ હિંસા થાય છે (૫) આચાર નિષ્ઠ શ્રમણોએ વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ ઉપાશ્રયમાં, અન્ય ઘરમાં અથવા જંગલમાં ન રાખવા જોઇએ અર્થાત્ પોતાની નિશ્રામાં માનતા થકા કોઈ પણ સ્થાને ખાદ્ય પદાર્થો રાખવા જોઇએ નહીં. (૬) અનેક પ્રકારના એષણા દોષોથી અને સાવદ્ય કર્મોથી યુક્ત આહાર ગ્રહણ કરવો અપરિગ્રહી સાધુને માટે અકલ્પનીય છે. ૪૨ દોષ સિવાય બીજા આ દોષોનો પણ ત્યાગ કરવો જોઇએ– (૧) રચિત્ત (૨) પર્યવજાત (૩) દાનાર્થ (૪) પુણ્યાર્થ (૫) વનીપકાર્થ (૬) શ્રમણાર્થ (૭) પશ્ચાતકર્મ (૮) પૂર્વકર્મ (૯) નિત્યકર્મ (૧૦) અતિરિક્ત (૧૧) મૌખર્ય (૧૨) સ્વયંગ્રહણ. રચિત્ત ઃલીલાં–સૂકાં ફળોમાંથી બીજ આદિ કાઢવા, પદાર્થોને ખાંડવા, પીસવા તથા અન્ય પણ એવા આરંભ જનક સંભારકાર્ય કરી વસ્તુને સાધુને માટે તૈયાર કરવી. પર્યવજાત :– વસ્તુને સુધારવી, ઠીક કરવી, સાધુને માટે શેકીને અથવા કાપીને અચીત કરીને રાખવી. દાનાદિ :- દાનને માટે, પુણ્યને માટે, ભિખારીઓને માટે અને પાંચ પ્રકારના ભિક્ષાચર સાધુઓને દાન દેવા માટે બનાવાયેલો આહાર. પૂર્વકર્મ પશ્ચાત્કર્મ :– આહારાદિ લાવવાના પહેલાં અથવા પાછળથી ગૃહસ્થે હાથ, વાસણ આદિ પાણીથી ધોવા. નિત્યકર્મ :– સાધુઓને વહોરાવવાનો જાણે કોઈએ નિત્યકર્મ બનાવી દીધો હોય અથવા સદાવ્રતની જેમ નિત્ય આપવામાં આવતો આહાર. આને નિયાગપિંડ રુપે પણ સમજી શકાય. અતિરિક્ત :– પુરતી, ખપતી અને યથોચિત્ત માત્રાથી અધિક આહાર વહોરવો, જેનાથી પાછળ ગૃહસ્થને ઓછું થવા પર નવું બનાવવાનો આરંભ કરવામાં આવે અથવા સચિત્ત પદાર્થ ખાય તથા સાધુને વધારે પ્રમાણમાં પદાર્થો ખાવા પડે અથવા પરઠવા પડે તે અતિરિક્ત દોષ છે. મૌખર્ય : :– વાચાળતા કરીને અર્થાત્ ઘણી વાતો કરીને આહાર લેવો. સ્વયંગ્રહણ :- · પોતે પોતાના હાથે ખાદ્ય પદાર્થ લેવા અર્થાત્ ગૃહસ્થની આજ્ઞાથી પોતે તેમના વાસણમાંથી આહાર લેવો. પાણી પોતાના હાથથી લેવાનું વિધાન આચારાંગ સૂત્રમાં છે, તેથી તેનો નિષેધ ન સમજવો. (૭) આ દોષોથી રહિત, ૪૨ દોષોથી રહિત તેમજ નવ કોટિ પરિશુદ્ધ આહાર ગ્રહણ કરવો. આહાર કરતા સમયે ભોજન વિધિના અર્થાત્ પરિભોગેષણા (માંડલાના) પાંચ દોષોનો સંપૂર્ણપણે ત્યાગ કરવો. છ કારણે જ આહાર કરવો. કારણ ન હોય તો આહાર ન કરવો અને આહાર ત્યાગના છ કા૨ણ ઉત્પન્ન થવા પર આહાર ન કરવો અર્થાત્ આહારનો ત્યાગ કરવો. (૮) આચારનિષ્ઠ શ્રમણોએ તીર્થંકર ભગવંતની આજ્ઞામાં વિચરણ કરતાં ક્યારેક વિવિધ કષ્ટકારી, મારણાંતિક રોગ—આંતક ઉત્પન્ન થઈ જાય તોપણ ઔષધ–ભેષજ ભક્તપાનનો સંગ્રહ કરવો કલ્પતો નથી. Page #242 -------------------------------------------------------------------------- ________________ 242 આગમસાર–પૂર્વાર્ધ (૯) પાત્રા, પાત્રની જોળી, પાત્ર કેસરિકા, પાત્ર રાખવાનું માંડલું(વસ્ત્ર), પટલ (અસ્તાન), ગરણા, રજોહરણ, ગુચ્છા(પૂંજણી), ચાદર, ચોલપટ્ટો, મુહપતિ, કંબલ, પાદપ્રીંછન અને આસન આદિ સાધુના મુખ્ય ઉપકરણ છે, તે પણ નિર્દોષ ગ્રહણ કરવા તેમજ તેને રાગદ્વેષ રહિત ધારણ કરવા. તેનું પ્રતિલેખન યથાસમય કરવું તેમજ તેને યતનાપૂર્વક લેવા, રાખવા અને ઉપયોગમાં લેવા. આ પ્રકારના ઉપકરણને ધારણ કરવા છતાં પણ અપરિગ્રહ મહાવ્રતનું પાલન થાય છે. (૧૦) આત્યંતર પરિગ્રહત્યાગ – મુનિ કષાય, કલુષતા, સ્નેહ, મમતા, મોહભાવ, આસક્તિ ભાવ અને આકાંક્ષાઓ–લાલાસાઓથી રહિત બને; ચંદનની સમાન સમપરિણામી, હર્ષ-શોકથી રહિત બને, લાંબા કાળના કષાય, રંજભાવ, નારાજી આદિ ગાંઠોથી રહિત બને; બધા પ્રત્યે વાત્સલ્યભાવ રાખે; સરળ બને; સુખ દુઃખમાં નિર્વિષયી બને અર્થાત્ પૌદ્ગલિક સુખ અથવા દુઃખ કંઈ પણ થાય તો પણ તેને પોતાના ચિંતનનો વિષય ન બનાવે. ઉપેક્ષા રાખીને પોતાના સંયમ યોગોમાં અને સ્વાધ્યાય, ધ્યાન, સેવા આદિમાં મગ્ન રહે. (૧૧) નિગ્રંથોની ઉપમાઓ - આવા દ્રવ્ય અને ભાવ અથવા આત્યંતર તથા બાહ્ય પરિગ્રહથી રહિત થઈને પાંચ મહાવ્રતોનું સમ્યક આરાધન કરનારા શ્રમણ નિગ્રંથો માટે અનેક ઉપમાઓ છે જેમ કે- શંખની સમાન નિરંજન, કાંસાના પાત્રની સમાન નિર્લેપ, કાચબાની સમાન ગુપ્ત ઇન્દ્રિયવાળા, કમળ પત્રની સમાન સંસારથી અલગ(નિર્લેપ), ચંદ્રની સમાન સૌમ્ય, સૂર્યની સમાન તેજસ્વી, મેરુપર્વતની સમાન અડોલ–અકંપ, સમુદ્રની સમાન ગંભીર, પૃથ્વીની સમાન સહનશીલ, ગોશીર્ષ ચંદનની સમાન શીતળ અને સુગંધિત, સાપની સમાન એકાગ્ર દષ્ટિવાળા, સિંહની સમાન દુજેય, ભારેડ પક્ષીની સમાન અપ્રમત્ત, આકાશની સમાન નિરાલબન, પક્ષીની સમાન સ્વતંત્ર, હવાની સમાન અપ્રતિહત ગતિ એટલે રોકાયા વગર ચાલનારા; ઇત્યાદિ ૩૧ ઉપમાઓ છે. (૧૨) અપરિગ્રહી શ્રમણ વિચરણ કાળમાં એક જગ્યાએ વધારે સમય ન રહેતાં અનાસક્ત અને નિર્મોહભાવથી વિચરણ કરે; એ જ સાધુઓનો આદર્શ માર્ગ છે. કલ્પની અપેક્ષા સ્થવિરકલ્પી (સામાન્ય સાધુનો) વિચરણ કાલ ગામ આદિમાં વધારેમાં વધારે ૨૯ દિવસનો છે. સાધ્વીજીનો કલ્પ ૫૮ દિવસનો છે. અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ:આ અપરિગ્રહ મહાવ્રતની સુરક્ષા માટે ભાવની અપેક્ષાથી પાંચ ભાવનાઓ કહી છે કારણ કે દ્રવ્ય પરિગ્રહ તો સાધુને હોય જ નહિ. ભાવમાં પણ ઇન્દ્રિયોના વિષય શબ્દાદિની આસક્તિ રાગદ્વેષનો સમાવેશ કરાયો છે. પ્રથમ ભાવનાઃ શ્રોતેન્દ્રિય સંયમ:- વાજિંત્રોના શબ્દ, આભૂષણોના શબ્દ, સ્ત્રીઓના શબ્દ, હાસ્ય-રુદન આદિ. પ્રશંસા વચન, તેમજ એવા જ મનોજ્ઞ સુહાવના વચન સાંભળવામાં સાધુઓએ આસક્ત ન થવું, અપ્રાપ્તની આકાંક્ષા ન કરવી, લુબ્ધ ન થવું, પ્રસન્ન ન થવું, આવા મનોજ્ઞ શબ્દોનું સ્મરણ અને વિચાર પણ ન કરવો, તેમજ આક્રોશ વચન, કઠોર વચન, અપમાનયુક્ત વચન, રૂદન, કંદન, ચિત્તકાર કે અભદ્ર શબ્દોમાં રોષ ન કરવો જોઇએ અને હીલના નિંદા ન કરવી જોઈએ; કોઈને પણ સારા નરસા ન કહેવું જોઇએ. આ રીતે શ્રોતેન્દ્રિય સંયમની ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા બનવું જોઇએ. બીજી ભાવનાઃ ચક્ષુઇન્દ્રિય સંયમ – અનેક પ્રકારના આભૂષણ, વસ્ત્ર, વસ્તુઓ, દશ્ય, ગ્રામાદિ, ભવન, મહેલ આદિ નરનારી સમૂહ, સ્ત્રીઓ, નૃત્ય, નાટક, ખેલ આદિ શોભનીય રૂપોમાં આસક્તિ ન કરવી. તેને જોવાને માટે લાલાયિત ન થવું. અમનોજ્ઞ રૂપોને જોઈને ધૃણાભાવ ઉત્પન્ન ન થવો જોઈએ, દ્વેષ નિંદા તિરસ્કાર પણ ન કરવા જોઈએ. આ રીતે ચક્ષુઇન્દ્રિય સંયમની ભાવનાથી ભાવિત અંતઃકરણવાળા બનવું જોઇએ. ત્રીજી ભાવનાઃ ધ્રાણેન્દ્રિય સંયમ - મુનિ ફૂલ, અત્તર, ખાદ્ય પદાર્થ, ધૂપ આદિ અનેક સુગંધિત પદાર્થોની ખુબૂ, ફળ, ચંદનની સુગંધ આદિ નાકને પ્રિય લાગનારી સુગંધમાં આસક્ત ન થાય તેની ઇચ્છા પણ ન કરે અને તેમાં ખુશ ન થાય પરંતુ ઉપેક્ષા ભાવ રાખે. કલેવર, ગટર, પાયખાના આદિ દુર્ગધ ફેલાવનાર અશોભનીય પદાર્થોમાં ધૃણા ન કરવી પરંતુ સુસંવૃત થઈને ધર્માચારણ કરવું. ચોથી ભાવનાઃ રસેન્દ્રિય સંયમ - અનેક પ્રકારની મીઠાઈઓ, લવણ રસયુક્ત પદાર્થ, વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થ, વિગય, મહાવિનય, આદિ મનોજ્ઞ પદાર્થોમાં આસક્ત ન થવું, તેની કામના ન કરવી; અનેક પ્રકારના અમનોજ્ઞ ખાદ્ય પદાર્થોમાં ધૃણા, નિંદા કે દ્વેષના પરિણામો ન કરવા જોઇએ. પાંચમી ભાવનાઃ સ્પર્શેન્દ્રિય સંયમ:- શીતલ, મનોજ્ઞ કોમલ, સુખકારી, શાતાકારી, આસન, સયન, વસ્ત્ર, આદિ શરીરને સુખ અને મનને આનંદ દેનારા એવા સ્પર્શોમાં શ્રમણોએ આસક્ત ન થવું જોઈએ. અનેક વધ, બંધન, મારપીટ, ઉષ્ણ-શીત કષ્ટ, કંટક, છેદન-ભેદન, ભૂમિ સ્પર્શ, તૃણસ્પર્શ, કંકર, પથ્થર ઇત્યાદિ અમનોજ્ઞ સ્પર્શીમાં શ્રમણ રુષ્ટ ન થાય, નિંદા ન કરે અને અપ્રસન્ન પણ ન થાય. આ રીતે મુનિ સ્પર્શેન્દ્રિય સંયમથી ભાવિત અંત:કરણવાળા થઈને સંયમમાં વિચરણ કરે. ઉપસંહાર:– શબ્દ આદિ પાંચે ય ઇન્દ્રિય વિષય સમયે-સમયે પ્રાપ્ત થતા રહે છે. તેનાથી ઇન્દ્રિયોને બંધ કરીને અથવા ઢાંકીને રાખી શકાય નહીં પરંતુ તેમાં આસક્ત ન થવું, તેની કામના ન કરવી અને રાગ-દ્વેષરૂપ વિકૃતભાવોને થવા દેવા નહી; ઉપેક્ષા ભાવ, તટસ્થ ભાવમાં લીન થઈને, ઇન્દ્રિયાતીત બનીને સંયમનો સાચો આનંદ પ્રાપ્ત કરવો જોઈએ. ગ્રહસ્થ કોઈ અનુકંપાથી, કોઈ લાભાલાભથી, કોઈ મિત્ર ભાવથી,કોઈ વ્યવહારથી તો કોઈ પોતાના અંતરાય કર્મના ક્ષયથી આ ધર્મ લાભ પ્રાપ્ત થયો છે, તેમ જાણી હર્ષિત થાય છે. મુની આ જાણવા છતા કોઈ પણ ઘરો વચ્ચે ભેદભાવ ન કરે. દરેક જીવનો ક્ષયપક્ષમ એક સરખો હોતો નથી, અથવા હંમેશા એક સરખો રહેતો નથી તેમ જાણે . આ પ્રશ્નવ્યાકરણ સૂત્રનો સારાંશ સંપૂર્ણ II Page #243 -------------------------------------------------------------------------- ________________ jainology | 243 પરિશિષ્ટ-૧ઃ જૈન શ્રમણોની ગોચરી અને શ્રાવકઆચાર – પિંડનિર્યુકતિ . = સંયમ જીવનમાં શુદ્ધ આહાર વગેરેની ગવેષણાનું(તપાસવાનું) અતિ મહત્ત્વ છે. તેમજ શ્રમણોપાસક(શ્રાવક) જીવનમાં પણ મોક્ષસાધક નિથ મુનિઓને વહોરાવવાનું(સુપાત્રદાનનું) વિશિષ્ટ મહત્ત્વ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર સ્થાન–૪ અનુસાર નિર્દોષ આહારની તપાસમાં દત્તચિત્ત શ્રમણ(સાધુ) અલભ્ય, અતિશય જ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રી ભગવતી સૂત્ર અનુસાર નિર્દોષ આહારની તપાસ(ગવેષણા) કરનાર શ્રમણોને હિંસા, જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શ્રમણોપાસક, શ્રમણની સંયમ સમાધિની પ્રાપ્તિ કરે છે. તાત્પર્ય એ છે કે સુપાત્રદાન આપનાર દાતા(શ્રાવક) સંયમની અનુમોદના અને સંયમના લાભને પ્રાપ્ત કરનાર થાય છે. વિશેષ :· ભગવતી સૂત્ર શતક–૩, ઉદ્દેશક-૬ અનુસાર નિર્દોષ આહારની તપાસ કરનાર(ગવેષક) સાધુ માટે સાવદ્ય હિંસાયુક્ત આચરણ કરી, જૂઠનો પ્રયોગ કરી, સદોષ આહાર આપનાર અલ્પ શુભાયુ પ્રાપ્ત કરે છે. (૨) ત્યાં જ હિંસા જૂઠ રહિત નિર્દોષ સુપાત્રદાન આપનાર શુભ દીર્ઘાયુ બંધ કરે છે. (૩) નિગ્રંથ શ્રમણોને અનાદર, અસન્માન ભાવથી અવહેલના, નિંદા કે ટીકા કરી અમનોજ્ઞ ભિક્ષા આપનાર અશુભ દીર્ઘાયુ બંધ કરે છે. સાર :– (૧) નિર્દોષ આહાર-પાણીની તપાસ કરનાર શ્રમણોને આદરભાવથી આગમોક્ત દોષોથી રહિત તેના શરીર અને સંયમોચિત્ત ભિક્ષા પ્રદાન કરવાથી શ્રમણોપાસકને બારમા વ્રતની આરાધના થાય છે. તેમજ તેનું શ્રાવક જીવન યશસ્વી બને છે. (૨) તે ઉપરાંત વિશેષ પ્રસંગને કારણે પરિસ્થિતિવશ શ્રમણ નિગ્રંથનો ઔષધ ઉપચાર કરવામાં આવે કે સેવા ભાવથી, જૂઠ–કપટ રહિતપણે, સંયમ— નિયમથી અતિરિક્ત વ્યવહાર કરવામાં આવે તો તેનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધિ કરવી આવશ્યક હોય છે. તે પણ શ્રાવક ધર્મને યોગ્ય આચાર કહેવાય છે. આગમસાર શ્રમણાચાર અને શ્રાવકાચારની આરાધના યથા યોગ્ય થાય તે હેતુથી આ પ્રકરણનું સંકલન આગમ અને ગ્રંથોથી કરવામાં આવ્યું છે. તેથી દરેક સાધક પોતાની પ્રવૃત્તિને જિનાજ્ઞા અનુસાર બનાવી નિર્જરા લાભ પ્રાપ્ત કરે, તેવી શુભ ભાવના. ગોચરી સંબંધી : દોષ–નિયમ એષણા સમિતિના ૪૨ દોષ પ્રસિદ્ધ છે તે માટે પિંડ નિયુક્તિની ગાથાઓ આ પ્રમાણે છે– ૧)આહાકÆ ૨)ઉદેસિય, ૩)પૂઈકમ્મ ૪)મીસજાએ ય – ૫)ઠવણા ૬)પાહુડિયાએ, ૭)પાઓઅર ૮)કીય ૯)પામિચ્ચે ।૧। ૧૦)પરિયટ્ટિય ૧૧)અભિહડે, ૧૨)ઉબ્મિણે ૧૩)માલોહડે ૧૪)આચ્છજજે ૧૫)અણિસિટ્ટે, ૧૬)અજઝોયરએ સોલસમે ।૨। ૧)ધાઇ ૨)દૂઇ ૩)ણિમિત્તે, ૪)આજીવે ૫)વણીમગે ૬)તિગિચ્છાએ .૭)કોહે ૮)માણે ૯)માયા ૧૦)લોભે, હવંતિ દસ એએ ।૩। ૧૧)પુલ્વિપચ્છાસંઘવ, ૧૨)વિજજા ૧૩)મંત ૧૪)ચુણ્ણ ૧૫)જોગે ય – ઉપ્પાયણાઈ દોસા, સોલસમે ૧૬)મૂલકમે ।૪। ૧)સંક્તિ ૨)મક્સ્પિય ૩)ણિક્બિત્ત, ૪)પિહિય ૫)સાહરિય ૬)દાયગ ૭)ઉમિસ્તે – ૮)અપરિણય ૯)લિત્ત ૧૦)છડિય, એસણ દોસા દસ હવંતિ પા અહીં પહેલી બે ગાથામાં ઉદ્ગમના સોળ દોષ; ત્રીજી, ચોથી ગાથામાં ઉત્પાદનના સોળ દોષ અને પાંચમી ગાથામાં એષણાના દસ દોષ છે. તે દોષોનો નિર્દેશ ભગવતી સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્ર આદિ અનેક આગમોમાં થયો છે. તેનું સ્પષ્ટીકરણ પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથ અને વ્યાખ્યાઓમાં છે. તે આ પ્રમાણે છે— ઉદ્ગમના ૧૬ દોષ—આહાર વગેરેની ઉત્પત્તિ સંબંધી દોષને ઉદ્ગમ દોષ કહે છે. આ સોળ દોષો ગૃહસ્થ દ્વારા લાગે છે. તે આ પ્રમાણે છે— (૧) એક કે અનેક સાધુ-સાધ્વીજીના નામ નિર્દેશ સાથે તેના માટે જ આહાર આદિ બનાવવામાં આવે તે આધાકર્મી દોષ છે. (૨) કોઈના સ્પષ્ટ નિર્દેશ વિના સામાન્ય રીતે જૈન મુનિ માટે, સર્વ ભિક્ષુ માટે, શ્રમણો માટે, શ્રમણીઓ માટે આ પ્રકારના ઉદ્દેશ્યથી જે આહારાદિ બનાવવામાં આવે તે ઔદ્દેશિક દોષ છે. (૩) હાથ, ચમચા કે વાસણ વગેરેના માધ્યમે આધાકર્મી આહારનો અંશ જો શુદ્ધ આહારમાં ભળી જાય તો તે આહાર પૂતિકર્મ દોષ યુક્ત કહેવાય છે. (૪) ગૃહસ્થ પોતાના માટે અને જૈન મુનિ માટે, એમ મિશ્ર ભાવોથી જે આહારાદિ બનાવે તે મિશ્રજાત દોષ કહેવાય છે. (૫) ગૃહસ્થ માટે બનેલા નિર્દોષ આહાર આદિને દાતા સાધુ માટે જુદો રાખી મૂકે અને ઘર માટે બીજો બનાવે, જ્યારે—જ્યારે પણ સાધુ–સાધ્વી પધારે ત્યારે તે રાખેલો પદાર્થ તેને જ વહોરાવે. આ રીતે સાધુઓ માટે સ્થાપિત કરે, તે સ્થાપના દોષ છે. (૬) સાધુના નિમિત્તે ભોજન આદિના આયોજનને વહેલું કે મોડું ક્યું હોય અર્થાત્ મહેમાન માટેના ભોજન સમારંભની તારીખ કે સમય પરિવર્તન કરીને આહારાદિ તૈયાર કરે, તે પાહુડિયા દોષ છે. સાધુના નિમિત્તે આહારાદિ એકાદ બે કલાક વહેલો કે મોડો કરે તોપણ આ દોષ લાગે છે. (૭) સાધુ માટે દાતા દીપક, લાઈટ વગેરેનો પ્રકાશ કરી, અગ્નિનો આરંભ કરીને આહારાદિ વહોરાવે; તે પાઓઅર દોષ છે. (૮) સાધુ–સાધ્વી માટે દાતા બજારમાંથી કોઈ પણ વસ્તુ કે આહારાદિ ખરીદીને વહોરાવે, તે ક્રીત દોષ છે. કોઈ કારણે દવા વગેરે વહોરાવવી જરૂરી થાય તો પણ તેને દોષ રૂપ તો સ્વીકારવું જ જોઇએ. (૯) સાધુ માટે કોઈ વસ્તુ ઉધાર લાવીને દાતા વહોરાવે, તે પામૃત્ય દોષ છે. (૧૦) સાધુ માટે વસ્તુની અદલા બદલી કરે અર્થાત્ પોતાની કોઈ વસ્તુ બીજાને આપી, તેના બદલે સાધુને જરૂરી હોય તેવી વસ્તુ તેની પાસેથી લઈને આપે, તે પરિવર્તિત દોષ છે. (૧૧) સાધુ જે સ્થાનમાં રહ્યા હોય ત્યાં લાવીને દાતા આહારાદિ વહોરાવે, તે અભિદ્દત દોષ છે. (૧૨) પેક બંધ પદાર્થ યા મુખ બાંધી રાખેલા ઘડા વગેરે વાસણોના બંધનને કે ઢાંકણાને ખોલીને કે જેને ખોલવામાં ત્રસ કે સ્થાવર જીવોની વિરાધના થતી હોય, તેવા આહારાદિ વહોરાવે તો તે ઉદ્ભિન્ન દોષ કહેવાય છે, પરંતુ જો તે ઢાંકણ વગેરે સહજ રીતે ખોલી શકાય તેમ હોય તો તે દોષરૂપ નથી. (૧૩) જેનાથી પડી જવાય તેવી નીસરણી વગેરે સાધનનો ઉપયોગ કરીને દાતા ઊંચે–નીચેથી લાવીને કોઈ પદાર્થ વહોરાવે તે માલોહડ દોષ છે. એકદમ નીચા નમીને કે સુઈને વસ્તુ કાઢવી પડે, તેવા સ્થાનમાંથી વસ્તુ કાઢીને વહોરાવે, તે પણ માલોહડ દોષ છે. (૧૪) દાતા કોઈ પાસેથી છીનવીને કે બળજબરીથી લઈને તેમજ કોઈની ઇચ્છા વિના તેની વસ્તુ કે આહારાદિ વહોરાવે, તે આછિન્ન દોષ છે. (૧૫) ઘરમાં બીજા સદસ્યની માલિકીની કોઈ વસ્તુ હોય તે તેને પૂછયા વિના વહોરાવે, તે અનિસૃષ્ટ દોષ છે. આ એક Page #244 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 244 પ્રકારે અદત્ત દોષ છે. (૧૬) ગૃહસ્થો માટે થઈ રહેલા આહારાદિમાં સાધુના નિમિત્તે આહારની માત્રા વધારે તે અધ્યવપૂર્વક (અધ્યવસાય યુક્ત) દોષ કહેવાય છે. ઉત્પાદનના ૧૬ દોષ છે, તે સાધુ દ્વારા વિવિધ પ્રવૃત્તિ કરવા પર લાગે છે. જેમ કે (૧૭) મુનિ ગૃહસ્થના બાળકોને રમાડી, તેને ખુશ કરી, ધાવ માતાનું કાર્ય કરી, આહારાદિ પ્રાપ્ત કરે, તો તે ધાય દોષ છે. (૧૮) મુનિ દૂતપણું કરીને, ગૃહસ્થના સમાચારોની લેવડ-દેવડ કરીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે દૂતી દોષ છે. (૧૯) મુનિ હસ્તરેખા, કુંડલી વગેરે દ્વારા ભૂત અને ભાવી જીવનના નિમિત્ત બતાવી આહારાદિ પ્રાપ્ત કરે, તે નિમિત્ત દોષ છે. (૨૦) મુનિ પોતાનો પરિચય કે ગુણો બતાવીને અથવા મહેનત-મજૂરી કરીને આહારાદિ પ્રાપ્ત કરે, તે આજીવિકા દોષ છે. (૨૧) મુનિ ભિખારીની જેમ દિનતાપૂર્વક માંગી–માંગીને આહાર પ્રાપ્ત કરે, દાતાને દાનના ફળરૂપ આશીર્વચન કહીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વનપક દોષ છે. (૨૨) મુનિ ગૃહસ્થને ઔષધ, ભેષજ બતાવીને ચિકિત્સા વૃત્તિ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે, તે ચિકિત્સા દોષ છે. (૨૩) મુનિ ક્રોધિત થઈને કે કોપ કરવાનો ભય દેખાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે ક્રોધ દોષ છે. (૨૪) કોઈ ગૃહસ્થ ભિક્ષા ન આપે ત્યારે મુનિ ઘમંડપૂર્વક કહે કે હું ભિક્ષા લઈને જ રહીશ” એમ કહીને પછી ઘરના બીજા સદસ્યો દ્વારા બુદ્ધિમાનીપૂર્વક ભિક્ષા પ્રાપ્ત કરે, તે માન દોષ છે. (૨૫) રૂ૫ અથવા વેશ પરિવર્તન કરીને અથવા અન્ય કોઈ પણ પ્રકારે માયા-કપટના માધ્યમે ભિક્ષા પ્રાપ્ત કરવી તે માયા દોષ છે. (૨૬) મુનિ ઇચ્છિત વસ્તુ મળે ત્યારે લેવામાં માત્રાનો વિવેક ન જાળવે, અતિમાત્રામાં આહારાદિ લઈ લે અથવા ઇચ્છિત પદાર્થ ન મળે ત્યાં સુધી સમય મર્યાદાનો વિવેક રાખ્યા વિના ફર્યા જ કરે, તે લોભ દોષ છે. (૨૭) આહાર પ્રાપ્તિ અર્થે, આહાર ગ્રહણ પૂર્વે કે પછી દાતાની પ્રશંસા કરે, તે પૂર્વ પશ્ચાત્ સંસ્તવ દોષ છે. (૨૮) સિદ્ધ થયેલી વિદ્યાના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરે તેમજ ગૃહસ્થને વિદ્યા શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરે, તે વિદ્યા દોષ છે. (૨૯) મંત્ર, તંત્ર, યંત્રના પ્રયોગે ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થોને તે પ્રયોગ બતાવીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મંત્ર દોષ છે. (૩૦) વશીકરણ ચૂર્ણ વગેરેના પ્રયોગ દ્વારા ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ ગૃહસ્થને તે પ્રયોગ શીખવાડીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે ચૂર્ણ દોષ છે. (૩૧) પાદ લેપ, અંજન પ્રયોગ, અંતર્ધાન ક્રિયા વગેરેના પ્રયોગથી ભિક્ષા પ્રાપ્ત કરવી તેમજ તે પ્રયોગ ગૃહસ્થને બતાવીને અથવા આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે યોગ દોષ છે. (૩૨) ગર્ભપાત વગેરે પાપકૃત્યની વિધિ દર્શાવીને તેમજ તેમાં સહકાર આપીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે મૂળકર્મ દોષ છે. એષણાના(ગ્રહરૈષણાના)૧૦ દોષ છે તે ગોચરી લેતા સમયે દાતા કે સાધુના અવિવેક અસાવધાનીથી લાગે છે, તે આ પ્રમાણે છે (૩૩) ગ્રાહ્ય વસ્તુ અચિત્ત છે કે નહીં? ગ્રાહ્ય અચેત પદાર્થ સચિત્તના સંઘટ્ટામાં છે કે દૂર છે? દાતા દ્વારા પાણી વગેરે સચિત્ત પદાર્થનો સ્પર્શ(સંઘટ્ટો) થયો છે કે નહીં? વગેરે શંકાશીલ સ્થિતિમાં પદાર્થ લેવા તે શંકિત દોષ છે. (૩૪) પાણીથી ભીના કે ખરડાયેલા હાથ કે ચમચા, વાસણ વગેરેથી ભિક્ષા લેવી, તે મૃક્ષિત દોષ છે. (૩૫) અચિત્ત કલ્પનીય વસ્તુ, સચિત્ત વસ્તુ પર રાખેલી હોય કે તેને સ્પર્શેલી હોય, તેને લેવી તે નિક્ષિપ્ત દોષ છે. (૩૬) સચિત્ત વસ્તુથી ઢાંકેલી અચિત્ત કલ્પનીય વસ્તુ લેવી, તે પિહિત દોષ છે. (૩૭) સચિત્ત વસ્તુના પાત્રને ખાલી કરી, દાતા તે પાત્ર દ્વારા ભિક્ષા દે, તે સાહરિય દોષ છે. (૩૮) બાળક, અન્ય વ્યક્તિ, પૂરા મહીનાવાળી ગર્ભવતી સ્ત્રી અને વિરાધના કરતાં-કરતાં વહોરાવનાર વ્યક્તિ પાસેથી ભિક્ષા લેવી, તે દાયક દોષ છે. (૩૯) અચિત્ત પદાર્થમાં સચિત્ત પદાર્થ, જેમ કે– મીઠું, આખું જીરું, ચારોળી, ખસખસના દાણા વગેરે નાંખ્યા હોય અને તે અચિત્ત ન થયા હોય તેવા પદાર્થ લેવા, તે મિશ્ર દોષ છે. (૪૦) અથાણા, કચૂમર, ઓળા અને અર્ધપક્વ ખાધ પદાર્થ તેમજ ધોવણ પાણી અથવા ગરમ પાણી કે જે પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન થયા હોય, તેવા પદાર્થો ગ્રહણ કરવા, તે અપરિણત દોષ કહેવાય છે. (૪૧) સચિત્ત મીઠું, પૃથ્વી ખાર, માટી વગેરે પૃથ્વી- કાયના ચૂર્ણથી તેમજ વનસ્પતિના પિષ્ટ–ચૂર્ણ અને છોતરા આદિથી હાથ વગેરે ખરડાયેલા હોય તેના દ્વારા ભિક્ષા લેવી, તે લિપ્ત દોષ છે. (૪૨) દાતા પાણી કે આહાર કોઈ પણ વસ્તુને વેરાતાં કે ઢોળતાં વહોરાવે, તે છર્દિત દોષ કહેવાય છે. આવશ્યક સૂત્રના શ્રમણ સૂત્રમાં આવતા ગોચરી સંબંધી દોષો આ પ્રમાણે છે (૪૩) આજ્ઞા લીધા વગર અર્ધા ખલ્લા કે અંદરથી બંધ ન કરેલા દરવાજા ખોલીને ગોચરી માટે જવું, તે દોષ છે. (૪૪) ગોચરી માટે ભ્રમણ કરતા મુનિને કૂતરી કે બાલિકા અથવા સ્ત્રી વગેરેનો સ્પર્શ-સંઘટ્ટો થાય અને સાધ્વીને કૂતરા, બાળક કે પુરુષ વગેરેનો સંઘો થાય, તે દોષ છે. (૪૫) નિર્દોષ ખાદ્ય સામગ્રી સાધુને વહોરાવવા માટે એક જગ્યાએ એકઠી કરીને રાખી હોય, અથવા જે આહાર કોઈને દેવા માટે નિશ્ચિત્ત કરેલો હોય, તેમાંથી ભિક્ષા લેતાં દોષ લાગે છે તેને (મંડીપાહુડ્યિા) દોષ કહેવાય છે. (૪૬) શ્રાદ્ધ વગેરે પ્રસંગે સાધુને વહોરાવતાં પહેલાં પક્ષીઓ માટે ખાદ્ય પદાર્થને દિશાઓમાં ફેંકીને પછી વહોરાવે, તે (બલિ પાહુડ્યિા) દોષ છે. (૪૭) ઠવણા પાહુડિયાએ (ભિખારીને માટે રાખેલ)(૪૮)સંકિએ-સંકા જવા છતા લીધુ હોય (૪૯) આહારાદિ વહોરાવતા દાતા વચ્ચે કોઈ ચીજ છે. તેમજ આહાર વાપરતા સમયે કે આહાર ર્યા પછી મનિ કોઈ પદાર્થને અમનોજ્ઞ કે વધારે માત્રામાં હોવાથી પરહે તો તે પરિસ્થાનિકા દોષ છે. (૫૦) માંગી–માંગીને ભિક્ષા પ્રાપ્ત કરવી, તે (અવભાસણ) દોષ છે.(આ ૪૨ દોષ માંહેનો વનીમગ દોષ છે.) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૧૭ અને ૨૪માં એષણા શુદ્ધિ માટે નીચેના સૂચનો છે (૫૧) અન્ય ઘરોમાં ગોચરી ન જતાં સ્વજનોને ત્યાંથી જ ગોચરી કરે, તે દોષ છે. (૫૨) મુનિ છ કારણે આહાર કરે અને આહારની ગવેષણા કરે, જેમ કે- ૧. સુધાવેદનીયના ઉપશમ માટે, ૨. આચાર્યાદિની સેવા માટે, ૩. ઈર્ષા સમિતિના શોધન માટે અર્થાત્ ગમનાગમનના વિવેક માટે, ૪. સંયમ નિર્વાહ માટે, ૫. દસ પ્રાણોને ધારણ કરવા માટે, ૬. ધર્મ ધ્યાનની વૃદ્ધિ માટે. (૫૩) મુનિ છ કારણે આહાર છોડી દે, જેમ કે– ૧. વિશિષ્ટ રોગચંતક થાય ત્યારે ધૈર્ય રાખી આહારનો ત્યાગ કરવો. ૨. ઉપસર્ગ આવે ત્યારે આહારના પ્રત્યાખ્યાન કરવા. ૩. બ્રહ્મચર્યનાં પાલન-સુરક્ષા માટે આહાર છોડી તપસ્યા કરવી. ૪. જીવ દયા માટે અર્થાત્ વરસાદ વરસતો હોય કે ત્રસ જીવોની વધારે ઉત્પતિ થઈ જાય તો ગોચરી ન જવું. ૫. તપશ્ચર્યા કરવા માટે . અનશન (સંથારો) કરવા માટે આહારનો ત્યાગ કરે. Page #245 -------------------------------------------------------------------------- ________________ 245 jainology આગમસાર આચારાંગ સૂત્ર શ્ર.-૨, અ–૧માં એષણો શુદ્ધિ સંબંધી અનેકાનેક સૂચનો છે તે માંહેના વિશેષ વિધાનો આ પ્રમાણે છે (૫૪) યાત્રા, મેળો, મહોત્સવ વગેરેમાં ભિક્ષાચરો માટેની દાનશાળામાંથી સામાન્ય રીતે જૈન શ્રમણો આહાર લેતા નથી પરંતુ અન્યત્ર આહાર ન મળે તેવી પરિસ્થિતિમાં, દાન દેવાઈ જાય અને ઘરના લોકો કે કર્મચારી જમવા બેસે ત્યારે ત્યાંથી ગોચરી. લઈ શકાય છે. (૫૫) નિત્યદાન પિંડ, નિત્ય નિમંત્રણ પિંડ, બનેલા ભોજનનો અર્ધો ભાગ, ચોથો ભાગ વગેરે જ્યાં દરરોજ દાન દેવાતું હોય તેવા પ્રસિદ્ધ દાન કુલો(ઘરો)માંથી ભિક્ષા ગ્રહણ ન કરવી. (૫૬) લગ્ન નિમિત્તના ભોજન પ્રસંગે જ્યાં જનઆકીર્ણતા (લોકોનો સમુહ) હોય ત્યાં ગોચરી ન જવું. (૫૭) મૃત્યુ પ્રસંગે કે જન્માદિ મહોત્સવ પ્રસંગે તેમજ અનેક ગામડાઓનો ઘણો મોટો જમણવાર હોય અથવા નાનો જમણવાર હોય તેમાં પણ લોકોનું આવાગમન બહુ હોય, ત્યાં ગોચરી જવું નહીં. (૫૮) ગરમ પદાર્થને ફૂંક મારીને વહોરાવે તે (ફૂમેજ) દોષ. (૫૯) સાધુ માટે પવન નાખીને ઠંડા કરેલા આહારાદિ વહોરાવે તે (વીએ) દોષ. ભગવતી સૂત્ર શતક-૭, ઉદ્દેશા-૧માં દર્શાવેલા શ્રમણના પરિભોગેષણ સંબંધી દોષો આ પ્રમાણે છે– (so) મનોજ્ઞ, સ્વાદિષ્ટ આહાર કરતા મુનિ મનમાં ખુશ થાય. આહારની અને દાતાની પ્રશંસા કરે તો ઈગાલ દોષ(અંગાર દોષ) છે. તે પ્રમાણે પ્રશંસા કરવાથી સંયમ ગુણો અંગારા સમાન થઈ જાય છે. (૬૧) મુનિ અમનોજ્ઞ, પ્રતિકૂલ આહાર કરતાં મસ્તક હલાવતાં, આંખ, મખ વગેરે બગાડતાં, મનમાં ખિન બનીને આહાર કરે અને તે આહારની કે દાતાની નિંદા કરે છે, ધૂમ દોષ છે. તેમ કરતાં સાધકના સંયમગુણો ધૂમાડા સમાન થઈ જાય છે. (૨) મુનિ ખાદ્ય પદાર્થને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં સંયોજ્ય પદાર્થ, જેવા કે– મીઠું, મરચું, ખાંડ, ગોળ વગેરેનો સંયોગ કરીને ખાય તે સંયોજના દોષ છે. (૩) મુનિ શરીરની આવશ્યકતા કરતાં વધારે આહાર કરે, ઠાંસી-ઠાંસીને આહાર કરે, તે પ્રમાણાતિક્રાંત દોષ છે. (૬૪) સૂર્યોદય પૂર્વ કે સૂર્યાસ્ત પછી આહાર કરે, તેને ક્ષેત્રાતિકાંત દોષ કહ્યું છે.(ખરેખર એ રાત્રિ ભોજન દોષ છે.) (૬૫) પ્રથમ પ્રહરમાં ગ્રહણ કરેલા આહાર, પાણી ચોથા પ્રહરમાં રાખે અને તેનું સેવન કરે, તે કાલાતિક્રાંત દોષ છે. (૬૬) વિહાર વગેરેના પ્રસંગે બે ગાઉથી વધારે દૂર આહાર–પાણી લઈ જાય અને વાપરે, તે માર્ગીતિક્રાંત દોષ છે. (૬૭) દુષ્કાળ માટે લોકોને આપવા બનાવેલો આહાર(દુષ્કાળ ભક્ત) ન લેવો. (૬૮) દીન દુઃખીઓ માટે બનાવેલો (કિવિણ ભક્ત) આહાર ન લેવો. (૯) બીમારો માટે બનાવેલો કે અપાતો(ગિલાણ ભક્ત) આહાર ન લેવો. (૭૦) અનાથ લોકો માટે તૈયાર કરેલો(અનાથ પિંડ) આહાર ન લેવો. (૭૧) અતિવૃષ્ટિથી પીડિત લોકો માટે બનાવેલો(બલિયા ભક્ત) આહાર ન લેવો. (૭૨) સાધુ માટે સુધારેલા ફળના ટુકડા કે રસ, અથવા ટુકડા કરીને મેવા વગેરે તેમજ વાટીને, મથીને તૈયાર કરેલો આહાર વહોરાવે; તો તે રચિત્ત દોષવાળા કહેવાય છે. દાતા ખાદ્ય પદાર્થોનું પરિવર્તન કે રૂપાંતર કરીને આપે તે પણ રચિત્ત દોષ છે. (૭૩) ગૃહસ્થનું આમંત્રણ કે નિમંત્રણ સ્વીકારી, તેને ઘરે ગોચરી વહોરવી તે નિમંત્રણ પિંડ દોષ છે. અનાગ્રહ ભાવે સાધુને નિવેદન કરવું કે ભાવના ભાવવી તે સુપાત્રદાનની લાગણી કહેવાય છે. તેમાં પણ અનાગ્રહ ભાવોનો અને નિર્દોષતાનો વિવેક હોવો જરૂરી છે. પ્રશ્નવ્યાકરણ સૂત્રના પ્રથમ અહિંસા સંવર દ્વારમાં આહાર સંબંધી ઘણાં વિધિનિષેધ છે, તેમાં વિશેષ સૂચન આ પ્રમાણે છે (૭૪) મુનિ ગૃહસ્થના ઘરેથી પોતાના હાથે આહાર ગ્રહણ ન કરે. (ગૃહસ્થની આજ્ઞાથી પાણી પોતાના હાથે લેવામાં દોષ નથી, જિનાજ્ઞા છે. – આચારાંગ સૂત્ર) (૭૫) મુનિ ગૃહસ્થની ખુશામત કરીને આહાર પ્રાપ્ત ન કરે. (૭૬) આહાર કરતાં પહેલાં મુનિ આખા શરીરને પૂંજીને પછી આહાર કરવા બેસે. (૭૭) મુનિ મૌનપૂર્વક આહાર કરે. (૭૮) અતિ ધીરે કે અતિ ઉતાવળે આહાર ન કરે. (૭૯) આહાર કરતાં મુખથી ચવ–ચવ કે સુડ–સુડનો અવાજ કરતાં અર્થાત્ સબડકા લઈને આહાર કરે તો તે દોષ રૂપ છે. નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત વિધાન કરતાં એષણા સમિતિ સંબંધી સૂચનો છે. તેમાં વિશેષ સૂચન આ પ્રમાણે છે (૮૦) આ વાસણમાં શું છે? પેલા વાસણમાં શું છે? તેમ પૂછી-પૂછીને મુનિ આહાર પ્રાપ્ત કરે તો પ્રાયશ્ચિત્ત (૮૧) મુનિ મોટે અવાજે માંગે કે કુતૂહલ ભાવે યાચના કરે તો પ્રાયશ્ચિત્ત (૮૨) મુનિ પહેલાં કંઈપણ દોષ દેખાડી ગોચરી ગ્રહણ કરવાનો નિષેધ કરે અને પછી ચિત્તની ચંચલતા થતાં ગૃહસ્થની ખુશામત કરે તો પ્રાયશ્ચિત્ત (૮૩) મુનિ ગૃહસ્થો વગેરેને આહારાદિ આપે તો પ્રાયશ્ચિત્ત (૮૪) મુનિ પાસસ્થા-શિથિલાચારી સાધુને આહાર દે કે તેના પાસેથી લે તો પ્રાયશ્ચિત્ત (૮૫) મુનિ લોક વ્યવહારમાં જુગુપ્સિત અને નિંદિત ગહિત તેમજ આગમમાં નિષિદ્ધ કુલોમાં ગોચરી જાય તો પ્રાયશ્ચિત્ત (૮૬) મુનિ શય્યાદાતા (રહેવાનું સ્થાન આપનાર)નો આહાર કે તેની દલાલી(સહાય)નો આહાર ગ્રહણ કરે તો પ્રાયશ્ચિત્ત (૮૭) મુનિ ગુરુ આચાર્યાદિની આજ્ઞા વિના દૂધ, દહીં વગેરે વિગયોનું સેવન કરે તો પ્રાયશ્ચિત્ત.(નિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત્તોના જ વિધાન છે માટે અહીં દરેકમાં પ્રાયશ્ચિત્ત શબ્દનો પ્રયોગ ક્ય છે.) દશવૈકાલિક સૂત્રના પાંચમા પિંડેષણા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં વર્ણિત કેટલાક વિધિ, નિયમ કે દોષ આ પ્રમાણે છે (૮૮) વરસાદ વરસતો હોય, ધુમ્મસ પડતી હોય ત્યારે મુનિ ગોચરીએ ન જાય. વાવાઝોડાના સમયે અને ઉડનારા કે ચાલનારા ત્રસ જીવોની બહુ ઉત્પત્તિ થઈ હોય ત્યારે પણ ગોચરી ન જાય (૮૯) જે ગૃહસ્થ પોતાના ઘરે આવવાની ના પાડી હોય ત્યાં ગોચરી જવું નહીં. વળી પછીથી નિમંત્રે તો માનકષાયથી અભિભૂત થયા વગર પોતાના અવસરે જવું.(૯૦) ગૃહસ્થની આજ્ઞા લીધા વિના વસ્ત્ર કે શણ વગેરેના પડદાને હટાવી ગોચરી જવું નહીં. વરંડાનો ઝાંપો કે દરવાજો આજ્ઞા વગર ખોલવો નહિં. પ્રાઇવેટ રસ્તાઓ, ગલીઓ વગેરે પણ આજ્ઞા વગર ઓળંગવા નહિં. (૯૧) નીચા(નાના) દ્વારવાળા કે અંધકાર યુક્ત ઓરડામાં ગોચરીએ જવું નહીં. (૨) ફૂલ, બીજ વગેરે સચિત્ત પદાર્થ ઘણા વિખરાયેલા હોય ત્યાં ગોચરી જવું નહીં. (૯૩) તત્કાલનું લીધેલું કે ધોયેલું આંગણું હોય તેમાં ચાલીને ગોચરી જવું નહીં. (૯૪) ઘરના દરવાજામાં બકરા, બાળક, કૂતરા, વાછરડા વગેરે બેઠાં, ઊભા કે સૂતાં હોય તો તેને ઓળંગીને ગોચરીએ જવું નહીં. (૯૫) શુચિધર્મી(ચોખ્ખાઈની પરંપરાવાળા) કુલોમાં રસોઈ ઘર વગેરે જ્યાં સુધી આવવાની ગૃહસ્થની મર્યાદા હોય ત્યાં સુધી જ જવું, તેનાથી આગળ જવું નહીં. અન્ય ઘરોમાં પણ ગૃહસ્થ આમંત્રે ત્યા સુધીજ વિવેક જાળવીને જવું. (૯૬) વહોરાવવા સમયે દાતાના પગ નીચે ત્રસ જીવ, બીજ, લીલોતરી વગેરે દબાઈ જાય તેમજ સચિત્ત પાણીનો સ્પર્શ(સંઘટ્ટો) કે કોઈ પ્રકારે પાણીની વિરાધના થઈ જાય તો તે ઘરથી ગોચરી ન લેવી. (૭) ગોચરી વહોરાવવાના પહેલાં કે પછી Page #246 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 246 દાતા પાણીથી હાથ, ચમચા વગેરે ધોવે તો તે પૂર્વકર્મ અને પશ્ચાકર્મ દોષ થાય, માટે ભિક્ષુએ તે વિષયમાં વિવેકપૂર્વક ભિક્ષા ગ્રહણ કરવી. (૯૮) ગર્ભવતી સ્ત્રી માટે બનાવેલા આહારમાંથી તેના વાપર્યા પહેલાં લેવું નહીં. (૯૯) ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિ કાળનો માસ ચાલતો હોય ત્યારે તેને સાધુ માટે ઊઠવું કે બેસવું પડે તે રીતે મુનિએ ગોચરી ન લેવી; તે સ્ત્રી બેઠેલી કે ઊભી રહેલી જેમ હોય તેમ વહોરાવે તો ભિક્ષા લઈ શકાય. (૧૦૦) બાળકને દુગ્ધ પાન કરાવતી સ્ત્રી તેને રડતો મૂકીને ગોચરી વહોરાવે તો તેના હાથે મુનિએ ગોચરી ન લેવી. (૧૦૧) ભારે વાસણ કે પદાર્થ મુશ્કેલીથી ઉપાડીને દાતા વહોરાવે તો ગોચરી ન લેવી. (૧૦૨) મુનિએ દાન, પુણ્ય માટે કે ગરીબ ભિખારી માટે તેમજ સાધુ સન્યાસીઓ માટે બનાવેલો આહાર ન લેવો, તે દાનપિંડ દોષ છે. (૧૦૩) મુનિએ કંદ, મૂલ, આદું તેમજ ફૂલ, ફળ અને બીજ વગેરે સચિત્ત પદાર્થો વહોરવા નહીં. – દશર્વ. –૫/૧/૭૦. (૧૦૪) મુનિએ દુકાન વગેરેમાં ખુલ્લા પડેલા અને રજથી ભરેલા પદાર્થ વહોરવા નહીં. (૧૦૫) જેમાં ગોઠલી, ઠળિયા વગેરે ફેંકવાનું બહુ હોય તેવા અચિત્ત પદાર્થ પણ વહોરવા નહીં, તે બહુઉજિઝત દોષ છે. (૧૦૬) મુનિએ ધોવણ પાણી કે છાશ વગેરે તૈયાર થતાં તત્કાલ વહોરવા નહીં; એક બે ઘડીનો સમય વ્યતીત થઈ જાય પછી લઈ શકાય છે. દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનના બીજા ઉદ્દેશકમાં અને તે પછીના અધ્યયનોમાં વર્ણિત કેટલાક નિયમો આ પ્રમાણે છે (૧૦૭) અન્ય કોઈ ભિક્ષાચર ઘરના દ્વાર પર ઊભા હોય તો મુનિએ ત્યાં તેને ઓલંઘીને ગોચરી જવું નહીં અને તેની સામે ઊભા પણ રહેવું નહીં. (અધ્ય.- પરિ) (૧૦૮) મુનિ સામુદાનિક ગોચરી કરે અર્થાત્ ધનિક કે ગરીબના ભેદ ભાવ વિના ગોચરી કરે.(અધ્ય.-પ/૨) (૧૦૯) મુનિ અજ્ઞાત ઘરોમાં એટલે કે પૂર્વ સૂચના વિનાના ઘરોમાં ગોચરી કરે અને એક જ ઘરમાં ગોચરી ન કરતાં, ગાયના અનેક જગ્યાથી ઘાસ ચરવાની જેમ અનેક ઘરોથી થોડી થોડી નિર્દોષ ભિક્ષા ગ્રહણ કરે.(અધ્ય.-૯) (૧૧૦) મુનિ પ્રાપ્ત આહારને બીજા દિવસ માટે રાખે નહીં. (અધ્ય.-૧૦) (૧૧૧) ભિક્ષુ મધ, માંસ કે મત્સ્યનો આહાર કદાપિ કરે નહીં. અર્થાત્ મુનિ તેવી આહાર વૃત્તિથી દૂર રહે.(ચૂલિકા-ર૭) શ્રાવકના ઘરનો વિવેક સુપાત્રદાનનો લાભ ઇચ્છનારા શ્રમણોપાસકે પોતાના ઘરે આ પ્રમાણે વિવેક રાખવો જોઇએ, યથા– (૧) શ્રાવકના ઘરે રસોઈ કરવાનો સમય અને ભોજન કરવાનો સમય સ્વાભાવિક રીતે એવો હોવો જોઈએ કે તેને સહજ ગોચરી વહોરાવવાનો લાભ મળે. (ર) ઘરમાં દરરોજ બનતા અચિત્ત પદાર્થો અને સંગ્રહિત રાખેલા અચિત્ત પદાર્થોને યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને રાખવાનો એવો વિવેક હોવો જોઈએ કે અચાનક પધારેલા મુનિરાજને તે પદાર્થ સહજ વહેરાવી શકાય. (૩) ઘરમાં સચિત્ત અને અચિત્ત પદાથોને રાખવાની વ્યવસ્થા જુદી–જુદી હોવી જોઇએ. (૪) રસોડામાં કે જમવાના સ્થાને ૦ રાખવામાં આવે ત્યાં સચિત્ત વસ્તુઓ જ્યાં ત્યાં વેરાયેલી કે વિખરાયેલી રાખવી નહીં. (૫) ઘરના પ્રવેશદ્વાર કે આવાગમનના માર્ગમાં ગોઠલી, બીજ વગેરે સચિત્ત પદાર્થ વેરાયેલા ન રાખવાની સૂચના કે સંસ્કાર ઘરના દરેક નાના-મોટા સભ્યને મળતા રહે તેમ ધ્યાન રાખવું જોઇએ. (૬) રસોડામાં કામમાં આવતા સચિત્ત પાણીનું માટલું કે ડોલ વગેરે રાખવાનું સ્થાન વિવેકપૂર્ણ હોવું જોઇએ. (૭) લીલા શાકભાજી સુધારવા માટે બેસવાની જગ્યા વિવેકપૂર્ણ હોવી જોઈએ અર્થાત્ માર્ગમાં ન બેસતાં એક બાજુએ બેસવું જોઇએ. (૮) ઘરનો મુખ્ય દરવાજો ગોચરી સમયે ખુલ્લો રાખવો અથવા અંદરથી બંધ ન રાખવો. (૯) ઘરમાં ક્યારેક કોઈ સચિત્ત પદાર્થ ઘઉં, બાજરો વગેરે અનાજ કે શાકભાજીનો સુધારેલ કચરો વગેરે વેરાઈ જાય તો તેને તુરંત જાડુ મારી સાફ કરવાની ટેવ હોવી જોઇએ. તેમાં આળસ કે બેદરકારી ન હોવી જોઇએ. (૧૦) ઘરના દરેક સભ્યોને સમયે સમયે ભિક્ષાના સુસંસ્કારોથી ભાવિત અને અભ્યાસ કરતા રહેવું જોઈએ. (૧૧) માંગનાર ભિખારી વગેરે ઘરના દરવાજા પર વધારે વાર ઊભા ન રહે, તેના દાન વિવેકનું ધ્યાન રાખવું જોઇએ. (૧૨) વહોરાવવા યોગ્ય પદાર્થોને સચિત્ત પદાર્થ પર કે સચિત્ત સ્થાનને સ્પર્શતાં તેમજ ગેસ ચૂલા આદિ પર રાખી મૂકવા નહીં. (૧૩) દિવસભર બીડી પીવી, પાન ખાવા, બીજ ઠડીયા વાળા સચિત્ત પદાર્થો ખાતા રહેવું, જમતી વખતે સચિત્ત પદાર્થ ખાવા કે તે પદાર્થો પોતાના સંઘટ્ટામાં(સ્પર્શાવેલા) રાખવા વગેરે અવિવેકવાળી, પ્રવૃત્તિઓ છે. આ પ્રકારની આદતો અને પ્રવૃત્તિઓને સુધારવી આવશ્યક છે. અન્યથા સુપાત્રદાનનો(મુનિનો) સંયોગ મળવા છતાં તે લાભથી વંચિત્ત રહેવું પડે છે અને બારમા વ્રતમાં અતિચાર-દોષ પણ લાગે છે.(૧૪) શ્રાવકે નિઃસ્વાર્થપણે ભક્તિયુક્ત ભાવોથી તેમજ નિર્જરા માટે મુનિને વહોરાવવું. વહોરાવવામાં અભિમાન કે માયા, કપટના આચરણો અથવા રાગ-દ્વેષના ભાવો ન કરતાં વિવેકપૂર્વક શુદ્ધ સરલ ભાવે દાન આપવું જોઇએ. દાન દેતા સમયે વચન વ્યવહારનો પણ પૂર્ણ વિવેક રાખવો જોઈએ. આક્ષેપ, ઉપાલંભ કે તિરસ્કાર પૂર્ણ વચન અથવા કઠોર ભાષાનો પ્રયોગ કરવો નહીં. આ પ્રકારે ભાવ અને ભાષાના વિવેકથી મચ્છરિયાએ નામક બારમા વ્રતના પાંચમા અતિચારની શદ્ધિ રહે છે. (૧૫) આ સર્વ વિવેકમાં પોતાનું બારમું વ્રત નિરતિચાર રહે. તે જ લક્ષ્ય માનસમાં રાખવું જોઇએ. સાધુનું નામ તે પ્રવૃત્તિઓમાં ન આવવું જોઈએ. સંક્ષેપમાં આ સર્વ શ્રાવકાચાર છે; વ્રતધારીનો વિવેક છે; સુપાત્ર દાનનો લાભ ઇચ્છનારનું કર્તવ્ય છે, તેમ માનવું અને સમજવું જોઈએ. નોંધઃ- ગોચરીના દોષો અને નિયમોને દર્શાવતા કેલેન્ડર કે પોકેટ બુક ઘરમાં યથાસ્થાને રાખવા જોઈએ. તેથી અવારનવાર ઘરના સદસ્યોને તે જોવા વાંચવાનો સહજ સંયોગ થતો રહે અને જ્ઞાન વૃદ્ધિ થતી રહે. સચિત્ત અને અચિત્ત પરિજ્ઞાન જૈન શ્રમણ સચિત્ત (જીવયુક્ત પદાર્થ)ના ત્યાગી હોય છે. માટે શ્રમણોને સુપાત્રદાન આપનાર શ્રમણોપાસકને સચિત્ત-અચિત્ત પદાર્થોનું જ્ઞાન હોવું જરૂરી છે. તે જ્ઞાન માટે નિમ્ન મુદ્દાઓ સમજવા જેવા છે. (૧) શેક્યા વગરનું મીઠું સચિત્ત છે. તેને કોઈ પણ પદાર્થ દહીં, છાશ, શાક વગેરેમાં જમતી સમય તત્કાલ નાખ્યું હોય તો તે સચિત્ત કહેવાય. અર્ધા મુહૂર્ત પછી તે અચિત્ત ગણાય. (૨) વરસાદનું, નદીનું વગેરે કોઈપણ પાણી સચિત્ત હોય છે. તેમાં કોઈ પણ Page #247 -------------------------------------------------------------------------- ________________ 247 jainology આગમસાર પદાર્થનું મિશ્રણ થઈ જાય કે તેને ગરમ ક્યું હોય તો તે અચિત્ત થાય છે. દાતાના હાથ, પગ કે શરીર પર પાણીના છાંટા લાગેલા હોય તે પણ સચિત્ત કહેવાય. સ્નાન ક્યા પછી કેશ વગેરે ભીના હોય તો તે પણ પાણીનો અંશ સચિત્ત કહેવાય. (૩) પાકા ફળોમાંથી બી કે ઠળિયા નીકળી જાય તો તે અચિત્ત કહેવાય અને તે પહેલાં સચિત્ત કહેવાય. મીઠું, મરચું, મસાલા નાંખેલા ટમેટામાં બી સચેત રહે છે માટે તે અચિત્ત ન કહેવાય. (૪) મેવામાં બદામ, પિસ્તા, ચારોળી વગેરે બીજરૂપ છે, તે ખંડિત ન થાય કે અગ્નિ પર ન ચઢે ત્યાં સુધી સચિત્ત કહેવાય. અંજીર વગેરે બી યુક્ત મેવા સચિત્ત છે અને અગ્નિથી શસ્ત્ર પરિણત થાય ત્યારે તે અચિત્ત થાય છે. (૫) લીલા શાકભાજી સચિત્ત હોય છે. તે શસ્ત્રથી છેદન ભેદન કે ટુકડા થયા હોય તો પણ સચિત્ત હોય છે. તે અગ્નિ પર પૂર્ણ ગરમ ન થઈ જાય ત્યાં સુધી સચિત્ત કહેવાય છે. લીંબુનો રસ અને મીઠું નાખેલા આવા શાકભાજીના પદાર્થો પણ અસંખ્ય કે અનંતજીવી હોવાના કારણે સંદેહ પૂર્ણ હોવાથી એક દિવસ પછી જ અચિત્ત સમજવા જોઇએ. (૬) મીઠું, મરચું, મસાલો નાંખેલી કાકડી વગેરે પદાર્થ પણ અસંખ્ય જીવી હોવાથી શસ્ત્ર પરિણત થતા નથી માટે તે પણ સચિત્ત ગણાય છે. (૭) દાળ, શાક તૈયાર થઈ અગ્નિ પરથી નીચે ઉતાર્યા પછી તેમાં કોથમીર વગેરે નાંખવામાં આવ્યા હોય અને તે ઉપરથી તાજા જ દેખાતા હોય તો તે પૂર્ણ અચિત્ત થતા નથી. જો કોથમરી તે પદાર્થમાં એકમેક થઈ જાય કે કરમાઈ જાય તો તેને અચેત કહેવાય. (૮) કોથમીર વગેરેની ચટણી તત્કાલ સચિત્ત કહેવાય. અધું મુહૂર્ત કે મુહૂર્ત પછી અચિત્ત થાય છે, કારણ કે તે પણ અસંખ્ય જીવી વનસ્પતિ છે. (૯) સૂકા ધાણા, જીરું, રાઈ, વરીયાળી, સુવા, અજમા, મેથી, એલચીના દાણા (બી) વગેરે બીજરૂપ સર્વે પદાર્થો સચિત્ત હોય છે. અગ્નિ વગેરેથી શસ્ત્ર પરિણત થયા પછી અચિત્ત થાય છે કે પૂર્ણ પીસાઈ જાય તો અચિત્ત થાય છે. (૧૦) ઘઉં, બાજરી, ચણા, મઠ વગેરે ધાન્ય બીરૂપ હોય છે, તે સચિત્ત હોય છે. ભાત(ધાણી રહિત) અચિત્ત હોય છે. કોઈ પણ અનાજ કે કઠોળ પાણીમાં પલાળવાથી અચિત્ત થતા નથી, પીસવાથી કે અગ્નિ પર ચઢવાથી અચિત્ત થાય. સચિત્ત પદાર્થનો કે તેને સ્પર્શિત વ્યક્તિનો વિવેક (૧) જે દાતાના હાથ–પગ વગેરે સચિત્ત પાણીથી ભીના હોય તો તેણે ગોચરી પધારેલા મુનિરાજ માટે બોલવું, ચાલવું કે ઇશારા કરવા યોગ્ય નથી, તેમ કરતાં પાણીના જીવોની વિરાધના થવાનો સંભવ રહે છે. (૨) અગ્નિ, લીલોતરી, બી વગેરે સચેત પદાર્થને સ્પર્શેલી વ્યક્તિ મુનિને ગોચરી વહોરાવી શકતી નથી. જો સહજ રીતે તે પદાર્થોનો સ્પર્શ છૂટી જાય, પછી તેના દ્વારા બોલવા, ચાલવામાં કોઈ વિરાધનાની સંભાવના રહેતી નથી. પ્રશ્ન-૧: શું રેફ્રીજરેટરમાં સંગ્રહ કરેલા ખાદ્ય પદાર્થ સાધુને માટે અકલ્પનીય ગણાય? ઉત્તર : હા, ગોચરીના દરેક નિયમોનું હાર્દ એ છે કે આહાર-પાણી વહોરાવવાના નિમિત્તે ત્રસ કે સ્થાવર કોઈ પણ પ્રાણી. વનસ્પતિની વિરાધના ન થાય, તેનો વિવેક રાખવો જોઇએ. પ્રશ્ન-૨: રેફ્રીજરેટમાં રાખેલા પદાર્થો જૈન મુનિરાજને ગ્રાહ્ય છે ? વ્રતધારી શ્રમણો પાસક(શ્રાવક) વહોરાવી શકે ? ઉત્તર : શ્રમણોપાસકે પોતાના ઉપયોગ માટે ફ્રીજમાંથી ખાદ્ય પદાર્થો બહાર કાઢયા હોય અને તે અચિત્ત હોય તો તે દાન દેવા અને ગ્રહણ કરવા યોગ્ય હોય છે. સાધુ માટે ફ્રીજમાંથી કાઢતાં સચિત્તનો સ્પર્શ થાય, પાણી અને બરફનો સ્પર્શ થાય કે ફ્રીજ ખોલતાં લાઈટ થાય વગેરે વિરાધનાઓ સામાન્ય રીતે થાય છે. જો તેમાંથી કોઈ પણ વિરાધનાની સંભાવના હોય તો તે ફ્રીજના પદાર્થો સાધુને અકલ્પનીય છે અને સાધુ માટે પદાર્થો ફ્રીજમાંથી કાઢીને વહોરાવવા શ્રાવક માટે યોગ્ય નથી. જો પરિસ્થિતિ વશ તેવું આચરણ કરવામાં આવે તો તેનું શ્રાવક અને સાધુ બંન્નેએ પ્રાયશ્ચિત્ત કરવાનું થાય છે. તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. પ્રશ્ન-૩: શું ડાયનિંગ ટેબલ પર સચિત્ત પદાર્થો રાખવા કે અચિત્ત વહોરાવવાના પદાર્થો ફ્રીજમાં રાખવા શ્રાવકને યોગ્ય છે? ઉત્તર : ડાયનિંગ ટેબલ પર જ્યારે અચિત્ત ખાદ્ય પદાર્થ રાખ્યા હોય ત્યારે સચેત પદાર્થ રાખવા શ્રાવકના વ્રતનો અતિચાર છે અને વહોરાવવા યોગ્ય પદાર્થોને ફ્રીજમાં રાખવા એ પણ શ્રાવક વ્રતનો અતિચાર જ કહેવાય. જો પદાર્થો ખરાબ થવાના કારણે ફ્રીજમાં રાખવા પડે તો પણ જમતા સમયે કે ભાવના ભાવતા સમયે તે પદાર્થો ફ્રીજમાં રખાય નહીં અન્યથા વ્રતમાં અતિચાર સમજવો. પ્રશ્ન-૪: મુનિરાજને ફળ કે મેવા કેમ વહોરાવાય? ઉત્તર : જે મેવાના પદાર્થો સચિત્ત હોય, ફળ બીજ યુક્ત હોય તો મુનિરાજને માટે અચિત્ત કરીને ન વહોરાવાય. ઘરના સભ્યોને જો સચિત્તનો ત્યાગ હોય, તો તેના માટે જે પદાર્થો અચિત્ત થાય અથવા જે ફળ કે મેવા ઘરમાં સામાન્ય રીતે અચિત્ત કરીને જ ખાવાનો રિવાજ હોય તો સંયોગ મળતાં મુનિરાજને વહોરાવી શકાય. પ્રશ્ન-૫: મુનિરાજને નિર્દોષ પાણી કેમ વહોરાવાય? ઉત્તર : જે શ્રાવક-શ્રાવિકા સચિત્તના ત્યાગી હોય, તેના ઘરના કોઈપણ સભ્ય સચિત્ત પાણી પીવાના કે સચિત્ત પાણીથી સ્નાન કરવાના ત્યાગી હોય અથવા તો કોઈ પણ કારણથી ઘરમાં ગરમ પાણી વપરાતું હોય તો તે ગૃહસ્થ માટે કરેલા પાણીમાંથી અચાનક પધારતા મુનિરાજને નિદોષપાણી વહોરાવી શકાય. તે સિવાય ઘરના કાર્યક્રમના રિવાજ અનુસાર કોઈ પણ અચિત્ત ધોવણ પાણી થતું હોય અને તે પીવા લાયક હોય અને ગૃહસ્થને અનાવશ્યક કે ફેંકવા માટે પડ્યું હોય, તે પાણીને મુનિરાજ લેવા ઇચ્છે તો વહોરાવી શકાય. પ્રશ્ન-૬: શું સાધુ માટે ગરમ પાણી કે ધોવણ પાણી બનાવી શકાય? ઉત્તરઃ સાધુ-સાધ્વી માટે ગરમ પાણી કે ધોવણ પાણી બનાવવું એ દોષ છે. તેમ કરવાનો રિવાજ થઈ જાય તો પણ તે દોષનું પ્રાયશ્ચિત્ત સાધુ-શ્રાવક બંનેએ કરી લેવું જોઇએ. પ્રાયશ્ચિત્ત ન કરવું એ શિથિલાચારના સેવન અને અનુમોદન રૂપ થાય છે. પ્રશ્ન-૭ઃ શું જૈન શ્રમણ, શ્રાવકોને શ્રાવકાચાર શીખવી ન શકે? ઉત્તર : ઉપદેશ રૂપ સમજાવવામાં સંયમની મર્યાદા રહે છે. જે શ્રમણ ભાષા સમિતિનો વિવેક જાળવી શકે તે શ્રમણ શ્રાવકોને શ્રાવકાચાર શીખવી શકે છે. તે ઉપરાંત આદેશ કે પ્રેરણા અથવા આગ્રહના વ્યવહાર પોતાની સગવડ માટે ન જ કરવા જોઇએ. તેમજ પોતાની સગવડનો સ્વીકાર કરનારની પ્રશંસા કે સન્માન વ્યાખ્યાન આદિ કોઈ સભામાં કરવું, તે પૂર્વ-પશ્ચાત સંસ્તવ દોષ છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 248 રાખનું ધોવણ પાણી આગમોમાં સૌથી મોટો લાભ શયાતરને(ઉપાશ્રય આપનારને), ત્યાર પછી પાણીના દાતારને અને તેના પછી આહારના દાતારનો ક્રમ બતાવ્યો છે.પરંત ધોવણ પાણીના લાભથી અજાણ ભાઇબહેનો આહારના દાનને વધારે મહત્વનું સમજે છે. ગરમીના દિવસોમાં સંતો વિહાર કરીને પધારે ત્યારે આહાર તો ઘણા ઘરોમાં મળી શકે છે પણ પાણીના અભાવમાં એ આહારનો ઉપયોગ કેમ કરે? તેથી પહેલા નિર્દોષ પાણીની ગવેષણા કરશે, અને પાણી મળે તોજ આહાર કરશે. તે સમયે જો નિર્દોષ લબ્ધ થાય તો મહાન કર્મ નિર્જરાનું કારણ થઇ શકે. શ્રેષ્ટ નિર્દોષ અચિત પાણી રાખથી વાસણ ધોવાથી ઉપલબ્ધ થાય છે. તેથી રાખનું ધોવણ પાણી પીવું બધા જૈન પરિવારો માટે અતિ આવશ્યક છે. રાખનું ધોવણ પાણી પોતાના માટે જ બનાવવાનું છે. તેમાં સંત-સતિજીઓ નીમીત ન બને તેનું પૂરેપુરુ ધ્યાન રાખવું. રાખનું પાણી આલ્કલાઇન પાણી છે. જે તંદુરસ્તી માટે અત્યંત ઉપયોગી છે. કાર્બન(ભસ્મ) શરીરમાં સ્કુર્તી લાવે છે. મનને શાંત કષાય રહીત રહેવામાં મદદગાર થાય છે. આલ્કલાઇન પાણીથી શરીરમાં એસીડીટી વધતી નથી, જેથી ઘણા રોગો શાંત થઇ જાય છે. રાખનાં ધોવણ પાણીમાં નવા પાણીના જીવો ઉતપન્ન થતાં નથી. સાબુપાવડરથી વાસણ ધોવાથી સાબુનો અંશ પેટમાં જાય છે. સાબુનો અંશ નખમાં જતાં નખ વિકૃત થઈ જાય છે. નખમાં પરુ થાય છે અને નખ પાકી જાય છે. સાબુ પેટને પણ નુકશાન કર્તાજ છે. તેને બદલે રાખનો અંશ પેટમાં જાય તો, નુકશાન ન કરતાં શરીરને લાભકારી જ થાય છે. નખ, હાથ પણ તંદુરસ્ત રહે છે. - આજે પણ ઘણી જગ્યાએ ગામડાઓમાં છાણાથી રસોઇનો ચુલો સળગાવાય છે. તપાસ કરતાં શુધ્ધ છાણાની રાખ મળવી મુશકેલ નથી. રાખનો પ્રચાર અને મફત વિતરણ કરતી સંસ્થાઓ પણ છે. રાષ્ટ્ર માટે પાના નં-૨. પરના કોઈ પણ નંબર પર ફોન કરો. પરિશિષ્ટ–૨: તેત્રીસ બોલ વિસ્તાર પહેલા બોલથી છઠ્ઠા બોલ સુધી પ્રચલિત અને સરલ બોલ છે. તે આવશ્યક સૂત્ર સારાંશમાં પૃષ્ઠ.૧૬૫ અને ૧૭૯માં આપી દીધા છે. બાકીના બોલોમાંથી કેટલાંક બોલોનો વિસ્તાર અહીં આપ્યો છે. તે દરેક સંયમ સાધકે જાણવા અને કંઠસ્થ કરવા બહુ ઉપયોગી છે ભયનાં સાત સ્થાન - ભય એ મોહનીય કર્મની એક પ્રકૃતિ છે. તેના પ્રભાવથી થતાં આત્મ પરિણામને ભય કહેવાય છે. તે સાત પ્રકારના છે૧. ઈહલોક ભયઃ સજાતીય ભય. મનુષ્યને મનુષ્યથી થતો ભય. ૨. પરલોક ભય : વિજાતીય ભય. તિર્યંચ, દેવ આદિથી થતો ભય. ૩. આદાન ભયઃ ધન આદિના અપહરણનો ભય. ૪. અકસ્માત્ ભય : બાહ્ય નિમિત્તો વિના પોતાના જ સંકલ્પોથી થતો ભય. ૫. રોગ-વેદના ભય: પીડા આદિથી ઉત્પન્ન થતો ભય. ૬. મરણ ભય: મરણનો ભય. ૭. અપયશ ભય: અપકીર્તિનો ભય. આઠ મદ:- ૧. જાતિમદ ૨.કુળમદ ૩. બળમદ ૪. રૂપમદ ૫. તપમદ ૬. સૂત્રમદ ૭. લાભમદ ૮. ઐશ્વર્યમદ – પ્રજ્ઞાપના સૂત્ર. બ્રહ્મચર્યની નવગુપ્તિઓ(નવ વાડ):- ૧. વિવિક્ત શય્યા: સ્ત્રી, પશુ રહિત શય્યા- ઉપાશ્રયનું સેવન કરવું. ૨. સ્ત્રી સંબંધી કથા, વાર્તા, ચર્ચા આદિ ન કરવાં. ૩. સ્ત્રીની સાથે એક આસન પર ન બેસવું અને તેના ઉઠયા પછી પણ તે સ્થાન પર થોડા સમય(કેટલોક વખત) સુધી બેસવું નહીં. ૬. પૂર્વ અવસ્થામાં ભોગવેલાં ભોગોની સ્મૃતિ કરવી નહીં.(ચિંતન કરવું નહીં.) ૭. સદા પ્રણીત રસ એટલે અતિ સરસ આહાર કરવો નહીં. ૮, અધિક માત્રામાં આહાર કરવો નહીં. ૯. વિભૂષાવૃત્તિ: સ્નાન શૃંગાર(શણગાર) કરવો નહીં. ૧૦. શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયોમાં તથા યશકીર્તિ પ્રશંસામાં આસક્ત થવું નહીં. નોધ:- આ દસમો બોલ ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન-૧૬માંથી લેવામાં આવ્યો છે. દશ પ્રકારનો શ્રમણધર્મ (સાધુધર્મ):- ૧. શાન્તિ-ક્ષમા. ક્રોધનો વિવેક (ત્યાગ) ૨. મુક્તિ-અકિંચન-લોભનો વિવેક(ત્યાગ) ૩. આર્જવ-જુતા. માયાનો વિવેક(ત્યાગ) ૪. માર્દવ-મૃદુતા. માનનો વિવેક(ત્યાગ) ૫. લાઘવ- લઘુતા. હલકાપણું–અપ્રતિબદ્ધતા ૬. સત્ય-મહાવ્રત આદિ પાલનમાં સત્યનિષ્ઠા ૭. સંયમ-ઈન્દ્રિય નિગ્રહ આદિ ૮. તપ-અનશન આદિ ૯. ત્યાગ-સાધર્મિક સાધુઓને ભોજન આદિ દેવું. ૧૦. બ્રહ્મચર્યવાસ–નિયમ, ઉપનિયમ અને દસ સમાધિયુક્ત બ્રહ્મચર્યનું પાલન. અગિયાર શ્રાવક પડિમા- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. બાર ભિક્ષુની પડિમા- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. તેર ક્રિયા સ્થાન– ક્રિયાનો સામાન્ય અર્થ છે પ્રવૃત્તિ. પ્રસ્તુત પ્રસંગમાં તે પ્રવૃત્તિઓનું સંકલન છે કે જે કર્મબંધના હેતુભૂત છે. સૂત્રોમાં ક્રિયાઓના વિવિધ પ્રકારના વર્ગીકરણ મળી આવે છે. અહીં પૂર્ણતઃ સૂયગડાંગ સૂત્ર અનુસાર તેર ક્રિયાઓનો ઉલ્લેખ છે. માટે ત્યાં જુઓ. જીવના ચૌદ ભેદ:- પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ. પરમાધામીના પંદર ભેદ:- પ્રજ્ઞાપના સૂત્રમાં જુઓ. સૂયગડાંગ સૂત્રના સોળ અધ્યયન – સૂત્ર કૃતાંગ સૂત્રમાં જુઓ. સત્તર પ્રકારનો અસંયમ:- ૧. પૃથ્વીકાય અસંયમ ૨. અપ્લાય અસંયમ ૩. તેઉકાય અસંયમ ૪. વાઉકાય અસંયમ ૫. વનસ્પતિકાય અસંયમ ૬. બેઇન્દ્રિય અસંયમ ૭. તે ઇન્દ્રિય અસંયમ ૮, ચૌરેન્દ્રિય અસંયમ ૯. પંચેન્દ્રિય અસંયમ ૧૦. અજીવકાય અસંયમ ૧૧. પ્રેક્ષા અસંયમ ૧૨. ઉપેક્ષા અસંયમ ૧૩. અપહત્ય અસંયમ ૧૪. અપ્રમાર્જના અસંયમ ૧૫. મન અસંયમ ૧૬. વચન અસંયમ ૧૭. કાયા અસંયમ. સ્પષ્ટીકરણ – પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર જીવો અને બેઇન્દ્રિયાદિ ત્રસ જીવોનું મન, વચન, કાયાથી સંઘટન આદિ કરવું. તેને પીડા પહોંચાડવી એ તે જીવો પ્રત્યે કરાતો અસંયમ છે. અજીવ વસ્તુઓ જે નિરંતર કામમાં લેવામાં આવે છે, તેના વ્યવહારમાં જે પ્રમાદ થાય છે, તે અજીવકાય અસંયમ છે.(અજીવ વસ્તુઓનું નિર્માણ પણ સજીવોની હિંસા વગર થતું નથી.) Page #249 -------------------------------------------------------------------------- ________________ jainology 249 આગમસાર સ્થાન આદિનું પ્રતિલેખન કરવું નહીં અને સારી રીતે જોયાં વિના કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો તે પ્રેક્ષા અસંયમ છે. સાધર્મી શ્રમણોને સંયમ-નિયમ પ્રતિ પ્રેરિત ન કરવા તે ઉપેક્ષા અસંયમ છે. (પરિષ્ઠાપન) પરઠવા યોગ્ય પદાર્થોને યોગ્ય રીતે ન પરઠવા તે અપહૃત્ય અસંયમ છે. આવશ્યક સમયે પ્રમાર્જન ન કરવું કે અયોગ્ય રીતે પ્રમાર્જન કરવું તે અપ્રમાર્જના અસંયમ છે. અશુભ મનથી પ્રવૃતિ કરવી તે મન અસંયમ છે. અશુભ વચનથી પ્રવૃતિ કરવી તે વચન અસંયમ છે. કાયાની અસમ્યક પ્રવૃતિ તે કાયા અસંયમ છે. અઢાર પ્રકારનું અબ્રહ્મચર્ય - ઔદારિક શરીર(મનુષ્ય-તિર્યચ) સંબંધી અબ્રહ્મચર્ય ૯ પ્રકારે(૩ કરણ, ૩ યોગ) અને વૈક્રિય શરીર (દેવ-દેવી) સંબંધી નવપ્રકારે(૩ કરણ, ૩ યોગ, આ રીતે કુલ ૧૮ પ્રકારનું અબ્રહ્મચર્ય. બીજી રીતે– નવ પ્રકારે મનુષ્ય સંબંધી અને નવપ્રકારે તિર્યંચ સંબંધી.(દેવ સંબંધી સ્વભાવિક ન હોય, પરવશ પણે હોય) જ્ઞાતાસૂત્રના ઓગણીસ અધ્યયન – જ્ઞાતા સૂત્રમાં જુઓ. વીસ અસમાધિના સ્થાન – દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. એકવીસ પ્રકારના સબળા દોષ:- દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ. બાવીસ પરિષહ – ઉત્તરાધ્યયન સૂત્રમાં જુઓ. ત્રેવીસ સૂયગડાંગ સૂત્રના અધ્યયન છે. તે ત્યાં જુઓ. પ્રથમ શ્રુતસ્કંધમાં સોળ અને બીજા શ્રુતસ્કંધમાં સાત, એમ ત્રેવીસ થાય છે. નપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી અને ૧ વૈમાનિક, એ કલ ૨૪ જાતના દેવતા. તેમજ ૨૪ તીર્થકર દેવો. પચ્ચીસ ભાવના – આચાo સૂત્ર પૃષ્ટ ૧૧૬ .અને પ્રશ્ન સૂત્ર પૃષ્ટ.૨૩૪.માં જુઓ. છવ્વીસ અધ્યયન – ૧. દશાશ્રુત સ્કંધ સૂત્રના-૧૦ અધ્યયન(દશા દશ છે). બૂલ્પ સૂત્રનાં-૬ અધ્યયન(ઉદ્દેશક છે.) ૩. વ્યવહાર સૂત્રનાં-૧૦ અધ્યયન (ઉદ્દેશક છે) આ ત્રણે મળીને કુલ ૨૬ અધ્યયન થાય છે. સાધુના સત્તાવીસ ગુણો:- ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. મૃષાવાદ વિરમણ ૩. અદત્તાદાન વિરમણ ૪. મૈથુન વિરમણ પ. પરિગ્રહ વિરમણ ૬. શ્રોતેન્દ્રિય નિગ્રહ ૭. ચક્ષુઇન્દ્રિય નિગ્રહ ૮. ધ્રાણેન્દ્રિય નિગ્રહ ૯. રસેન્દ્રિય નિગ્રહ ૧૦. સ્પર્શેન્દ્રિય નિગ્રહ ૧૧. ક્રોધ નિગ્રહ ૧૨. માન વિવેક ૧૩. માયા નિગ્રહ ૧૪. લોભ વિવેક ૧૫. ભાવ સત્ય-અંતરાત્માની પવિત્રતા ૧૬. કરણ સત્ય-ક્રિયાની પવિત્રતા ૧૭. યોગસત્ય-મન, વચન, કાયાનું સમ્યક પ્રવર્તમ્ ૧૮. ક્ષમા ૧૯. વૈરાગ્ય ૨૦. મન સમધારણ–મનનો સમ્યક ઉપયોગ ૨૧. વચન સમઆહરણ–વચનનો સમ્યક ઉપયોગ ૨૨. કાયા સમઆચરણ-કાયાનો સમ્યક ઉપયોગ ૨૩. જ્ઞાન સંપન્નતા ૨૪. દર્શન સંપન્નતા ૨૫. ચારિત્ર સંપન્નતા ૨૬. કષ્ટ-વેદનાની સહનશીલતા ૨૭. મારણાંતિક કષ્ટની સહનશીલતા. આવશ્યક હરિભદ્રીય ટીકા(પૃષ્ઠ ૧૧૩)માં જુદા પ્રકારથી ઉલ્લેખ છે. જેમ કે– રાત્રિ ભોજન વિરમણ સહિત વ્રતષક, પાંચ ઇન્દ્રિય નિગ્રહ, છકાય સંયમ, ભાવ સત્ય, કરણ સત્ય, ક્ષમા, વિરાગતા, મન, વચન, કાયા નિગ્રહ, સંયમયોગ યક્તતા, રોગાદિ વેદના સહન, મારણાંતિક કષ્ટ સહન. અઠ્ઠાવીસ આચાર પ્રકલ્પ – આચાર– આચારાંગ સૂત્રના બને શ્રુતસ્કંધના (૧+૯) પચ્ચીસ અધ્યયન. પ્રકલ્પ – નિશીથસૂત્રના ત્રણ અધ્યયન – લઘુ, ગુરુ અને આરોપણા. આ (૨૫ + ૩)- ૨૮ આચારપ્રકલ્પ અધ્યયન છે. બીજી રીતે પ્રાયશ્ચિત્તની અપેક્ષાએ ૨૮ આચાર પ્રકલ્પ આ પ્રકારે છે– (૧) પાંચ દિવસનું પ્રાયશ્ચિત્ત (૨) આ જ રીતે દશ દિવસનું (૩) પંદર દિવસનું (૪) વીસ દિવસનું (૫) પચીસ દિવસનું (૬) એક મહિનાનું (૭) એકમાસને પાંચ દિવસ (૮) એકમાસને દસ દિવસ (૯) એકમાસને પંદર દિવસ (૧૦) એક માસને વીસ દિવસ (૧૧) એક માસને પચીસ દિવસ ૧૨) બે માસનું (૧૩) બે માસને પાંચ દિવસ (૧૪) બે માસ ને દસ દિવસ (૧૫) બે માસને પંદર દિવસ (૧૬) બે માસને વીસ દિવસ (૧૭) બે માસને પચીસ દિવસ (૧૮) ત્રણ માસનું (૧૯) ત્રણ માસને પાંચ દિવસ (૨૦) ત્રણ માસને દસ દિવસ (૨૧) ત્રણ માસને પંદર દિવસ (૨૨) ત્રણ માસને વિસ દિવસ (૨૩) ત્રણ માસને પચીસ દિવસ (૨૪) ચાર માસનું પ્રાયશ્ચિત્ત (રપ) લઘુ(અલ્પતમ) (૨૬) ગુરુ(મહત્તર) (૨૭) સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત આરોપણ (૨૮) થોડું ઓછું પ્રાયશ્ચિત્ત આરોપણ, જેમ કે એક માસ પ્રાયશ્ચિત્તને પંદર દિવસની આરોપણા અને બે માસને વીસ દિવસની આરોપણા. ઓગણત્રીસ પાપસૂત્ર પ્રસંગ:- જે સૂત્ર(શાસ્ત્ર) મોક્ષના હેતુ ભૂત નથી તેને અહીં પાપગ્રુત કહેવામાં આવ્યા છે. પ્રસંગ શબ્દના બે અર્થ છે– આસક્તિ અને આસેવન.(ઇચ્છા અને પ્રવૃતિ). તે પાપગ્રુત આ પ્રમાણે છે– (૧) ભૂમિ કંપશાસ્ત્ર (૨) ઉત્પાત શાસ્ત્ર (૩) સ્વપ્ન શાસ્ત્ર (૪) અંતરિક્ષ શાસ્ત્ર (૫) અંગ સ્કૂરણ (૬) સ્વર શાસ્ત્ર (૭) વ્યંજન શાસ્ત્ર (૮) લક્ષણ શાસ્ત્ર. એ આઠના સૂત્ર, વૃત્તિ અને વાર્તિક એમ ત્રણ– ત્રણ પ્રકાર હોવાથી ૨૪ ભેદ થયા. ૨૫. વિકથાનુયોગ, ૨૬. વિદ્યાનુયોગ, ૨૭. મંત્રાનુયોગ, ૨૮. યોગાનુયોગ, ૨૯. અન્ય તીર્થિક પ્રવૃત્તાનુયોગ. ત્રીસ મહામોહનીય નાં સ્થાન – પાના નં ૨૭૫. દશાશ્રુત સ્કંધ, નવમી દશામાં જોવું. એકત્રીસ સિદ્ધના આદિ(આદ્ય) ગુણો - આદિ ગુણનો અર્થ છે મુક્ત થવાની પ્રથમ ક્ષણમાં થવાવાળા ગુણ. તેની સંખ્યા એકત્રીસ છે. આ સંખ્યા બે પ્રકારની બતાવવામાં આવી છે. ૧. જ્ઞાનાવરણીય કર્મની પાંચે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન ગુણ પાંચ (૫) ૨. દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ નવ (૯) ૩. વેદનીય કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨)૪. મોહનીય કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ બે (૨) ૫. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન્ન ગુણ ચાર (૪) ૬. નામ કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન ગુણ બે (૨) ૭. ગોત્ર કર્મની બે પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન ગુણ બે (૨)૮. અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓના ક્ષયથી નિષ્પન ગુણ પાંચ (૫) બીજા પ્રકારની સંખ્યાની ગણતરીમાં સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને વેદ એ છ ઘટક તત્ત્વ છે. (૧) સંસ્થાનઃ લાંબુ, ગોળ(લાડુ આકારે) ત્રિકોણ, ચોરસ, પરિમંડલ-ચૂડી આકારે ઊ ૫. (૨) વર્ણ કાળો, નીલો, રાતો, પીળો, ઘોળો ઊ ૫. (૩) ગંધ: ભિ ગંધ, દુરભિ ગંધ ઊ ૨. (૪) રસ: તીખો, કડવો, કસાયેલો, ખાટો, મીઠો ઊ ૫. (૫) સ્પર્શ: સુંવાળો, ખરસટ, હળવો, ભારે, શીત, ઉષ્ણ, ચોપડ્યો અને લુખો ઊ .૮ (૬) વેદ: સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ ઊ ૩. આ કુલ ગુણ ૨૮ થાય છે. તે બધા Page #250 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 250 ગુણોની સાથે “ન” કાર લગાવવો જોઇએ જેમ કે તે ન દીર્ઘ છે, ન હૃસ્વ છે વગેરે વગેરે. તે સિવાયના ત્રણ ગુણ- અશરીરી, અજન્મા, અનાસક્ત; તેમ કુલ ૩૧ થાય છે. બત્રીસ યોગ સંગ્રહ – યોગનો અર્થ છે– મન, વચન ને કાયાથી પ્રવૃતિ. તે પ્રવૃતિઓનો સંગ્રહ કરવો, તે યોગ સંગ્રહ છે. અહીં શુભ(આદર્શ)કર્તવ્યોના બત્રીસ ગુણોને ભેગા કર્યા છે. તે આ પ્રમાણે છે૧. આલોચના: પોતાના સેવિત-દોષને નિવેદન કરી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. ૨. નિરાલાપ કોઈના આલોચિત્ત પ્રમાદને પ્રગટ ન કરવો. ૩. આપત્કાલમાં દઢધર્મતાઃ દઢ ધર્મી બની રહેવું. ૪. અનિશ્ચિતોપધાન : બીજાની સહાયતા લીધા વિના તપ કરવું. ૫. શિક્ષાઃ સૂત્રાર્થનું પઠન-પાઠન તથા ક્રિયાના આચરણ રૂપ શિક્ષા. ૬. નિષ્પતિકર્મતાઃ શરીરની સારસંભાળ તથા ચિકિત્સાનું વર્જન. ૭. અજ્ઞાતતા અજાણપણે તપ કરવું, તેનું પ્રદર્શન કે પ્રખ્યાતિપણું કરવું નહીં અથવા અજ્ઞાત કુલની ગોચરી કરવી. ૮. અલોભઃ નિલભતાનો અભ્યાસ કરવો. ૯. તિતિક્ષા કષ્ટ સહિષ્ણુતા–પરીષહો ઉપર વિજય મેળવવાનો અભ્યાસ કરવો. ૧૦. આજેવ: સરલતા, સરલ થવું. ૧૧. શુચિ: પવિત્રતા, પવિત્ર રહેવું, સાફ દિલ ૨હેવું. ૧૨. સમ્યફદષ્ટિઃ સમ્યફદર્શનની શુદ્ધિ રાખવી. ૧૩. સમાધિ ચિત્ત સ્વાથ્ય, ચિત્તની પ્રસન્નતા બનાવી રાખવી. ૧૪. આચાર: આચારનું સમ્યક પ્રકારથી પાલન કરવું. ૧૫. વિનયોપગઃ વિનમ્ર બનવું, અભિમાન ન કરવું. ૧૬. ધૃતિમતિઃ ધેર્યયુક્ત બુદ્ધિ હોવી, દીનતા કરવી નહીં, વૈર્ય રાખવું. ૧૭. સંવેગઃ વૈરાગ્ય વૃદ્ધિ અથવા મોક્ષની અભિલાષા. ૧૮. પ્રસિધિઃ અધ્યવસાયની એકાગ્રતા, શરીરની સ્થિરતા રાખવી. ૧૯. સુવિધિઃ સારા અનુષ્ઠાનનો અભ્યાસ. ૨૦. સંવરઃ આશ્રવનો નિરોધ. ૨૧. આત્મદોષોપસંહાર: પોતાના દોષોનો નિકાલ કરવો. ૨૨. સર્વ કામ વિરક્તતાઃ સર્વ વિષયથી વિમુખતા. ૨૩. પ્રત્યાખ્યાન: મૂલ ગુણ વિષે ત્યાગ અથવા પાપ ત્યાગ. ૨૪. ત્યાગ: ઉત્તરગુણ વિષે ત્યાગ અથવા નિયમ ઉપનિયમ વધારવા. ૨૫. વ્યુત્સર્ગઃ શરીર, ભક્તપાન, ઉપધિ તથા કષાયનું વિસર્જન. ૨૬. અપ્રમાદઃ પ્રમાદને વર્જવો, અપ્રમાદ ભાવનો અભ્યાસ. ૨૭. લવાલવ : સમાચારના પાલનમાં પ્રતિક્ષણ(સતત) જાગૃત રહેવું. ૨૮. ધ્યાન સંવર યોગ : ધ્યાન, સંવર, અક્રિયતાની વૃદ્ધિ કરવી. ૨૯. મારણાંતિક ઉદય: મરણની વેદનામાં સહન કરતાં શાંત અને પ્રસન્ન રહેવું. પરિજ્ઞા: હેય ઉપાદેય જ્ઞપરિજ્ઞાથી જાણવા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી હેયનો ત્યાગ કરવો. ઉપાદેયનો સ્વીકાર કરવો. ૩૧. પ્રાયશ્ચિત્ત કરણ : વિશુદ્ધિ માટે પ્રાપ્ત થયેલા પ્રાયશ્ચિત્તનું અનુષ્ઠાન કરવું. ૩૨. મારણાંતિક આરાધના મૃત્યુકાળમાં આરાધના કરવી, સંલેખના, સંથારો કરવાના સંસ્કારોને દઢ કરવા, અભ્યાસ કરવો. તેત્રીસ આશાતના – શિષ્ય દ્વારા ગુરુ–રત્નાધિક પ્રતિ અભક્તિ અવિનયના વ્યવહારોને આશાતના કહેવામાં આવે છે. અનેક આગામોમાં તે તેત્રીસ કહેવામાં આવી છે. બીજી અપેક્ષાએ અરિહંત, સિદ્ધ આદિથી લઈને લોકના સમસ્ત પ્રાણીઓની અને અધ્યયન, આગમ સંબંધી અવિવેક યુક્ત આચરણોનું સંકલન કરીને તેને તેત્રીસ આશાતના કહેવામાં આવી છે. મૌલિક રૂપમાં તો સુત્રગત તેત્રીસ અશાતનાઓ ગુરુ શિષ્ય સંબંધી જ છે. બીજો પ્રકાર વ્યાખ્યાકારોએ સંકલન કરીને સમજાવ્યો છે પ્રથમ પ્રકારની તેત્રીસ અશાતના :(૧ થી ૯) ગુરુ અથવા વડિલોની ૧. આગળ ૨.પાછળ ૩. બરાબર અવિનયથી ૧. ચાલે ૨. ઉભો રહે ૩. બેસે. ૩ * ૩ ઊ ૯. (૧૦-૧૧) અશક્ત, વૃધ્ધ કે વડીલની સાથે જઈને પહેલાં આવી જાય તેમજ પહેલાં ઈરિયાવહિનો કાઉસ્સગ્ન કરે. (૧૨) આવેલી વિશેષ વ્યક્તિ સાથે ગુરુની પહેલાં શિષ્ય વાત કરે.(૧૩) રાત્રિના સમયે ગુરુ પૂછે ત્યારે જાગૃત હોય તો પણ ન બોલે. (૧૪-૧૭) ગોચરી લાવ્યા બાદ આહારાદિની વાત પહેલાં બીજાને કહે, આહાર દેખાડે, નિમંત્રણ કરે અને આપે. પછી ગુરુને કહે, દેખાડે, નિમંત્રણ કરે ને આપે. (૧૮) સાથે બેસીને આહાર કરતાં સારા આહારને શિષ્ય મોટાની અપેક્ષાએ જલ્દી અને જાઝો ખાય. અર્થાત્ આસક્તિ ભાવના કારણે માયા કરે અથવા અવિવેક કરે. (૧૯૨૦) ગુરુ આદિના બોલાવ્યા છતાં સાંભળ્યું ન સાંભળ્યું કરી દે અથવા ઉદ્ધતાઈ પૂર્વક અવિનયથી બોલે. (૨૧) ગુરુના બોલાવ્યા પર રોષયુક્ત બોલે કે શું કહો છો? શું છે? (૨૨) શિષ્ય ગુરુ આદિને તું તું એવા તુચ્છ શબ્દ કહે. (૨૩) શિક્ષા અથવા સેવા કાર્ય બતાવવાથી કહે કે એવું તો આપ જ કરી લ્યો અથવા આપ જ કેમ કરી લેતા નથી? (૨૪) ગુરુ આદિ ધર્મોપદેશ દઈ રહ્યા હોય તો તેને સારો ન સમજે, (રૂડો ન માને) માન્ય ન કરે. (૨૫) ધર્મકથા કરતાં સમયે ગુરુ આદિને કહે આપને આ યાદ નથી. (૨૬) ધર્મકથા કરતાં સમયે ગુરુની અથવા પરિષદની લીંક(એકાગ્રતા) તોડે. (૨૭) શ્રોતાજનને ઉપદેશથી ખિન્ન કરે. (૨૮) ગુરુના કહેલા ઉપદેશને ફરી વિસ્તારથી પોતે કહે. (૨૯) ગુરુના આસન અથવા ઉપકરણને પગ લાગી જવાથી તેનો ખેદ પ્રગટ વિના અથવા અનુનય, વિનય કે શિષ્ટતા કર્યા વિના જ ચાલ્યો જાય. (૩૦) ગુરુના કીધાં વિના તેના શય્યા આસન ઉપર બેસે, સૂએ અથવા ઉભો રહે. (૩૧) શિષ્ય ગુરુથી ઊંચા આસન ઉપર બેસે, સૂએ અથવા ગુરુથી પોતાને વિશેષ(ઊંચો) માને અથવા અવિવેક કરે. (૩૨) શિષ્ય ગુરુની બરાબરીમાં બેસે, સૂએ, ઊભો રહે અર્થાત્ તેની બરાબરી કરે અથવા અવિવેક કરે. (૩૩) ગુરુ આદિનાં કાંઈપણ કહેવા પર દૂર રહીને જ કે પોતાના આસન પર અવિવેક્યુક્ત બેઠાં બેઠાં સાંભળે, ઉત્તર દે, વિનયપૂર્વક નજીક આવીને ન બોલે. Page #251 -------------------------------------------------------------------------- ________________ jainology 251 આગમસાર ગુરુ આદિની આશાતનાઓમાં અપવાદ નિશીથ. ઉદ્દેશક–૧૦: સૂત્ર-૪] ભાષ્ય ચૂર્ણિમાં આશાતનાઓના અનેક અપવાદોનો ઉલ્લેખ કરેલ છે, જેમ કે– (૧) ગુરુ બીમાર હોય તો તેના માટે જે અપથ્ય આહાર હોય તો તે તેને ન દેખાડવો પરંતુ સ્વયં ખાઈ જવો કે પૂછયા વિના બીજાને દઈ દેવો. (૨) માર્ગમાં કાંટા વગેરે દૂર હટાવવા માટે આગળ ચાલવું. (૩) વિષમ સ્થાનમાં કે વૃદ્ધાવસ્થામાં સહારાને માટે અત્યંત નજીક ચાલવું. (૪) શારીરિક પરિચર્યા(સેવા) કરવાને માટે નજીક વાને માટે નજીક બેસવું તેમજ સ્પર્શ કરવો. (૫) અપરિણત (અયોગ્ય) સાધુ ન સાંભળી શકે એટલા માટે છેદસૂત્રની વાંચનાના સમયે નજીક બેસવું. (૬) ગૃહસ્થનું ઘર નજીક હોય તો ગુરુના અવાજ દેવા પર પણ ન બોલવું અથવા સંઘર્ષની સંભાવના હોય તો પણ ન બોલવું. - (૭) સાધુઓથી માર્ગ અવરુદ્ધ(રોકાયેલો હોય તો સ્થાન પરથી ગુરુને ઉત્તર દેવો. (૮) સ્વયં બીમાર હોય કે અન્ય બીમારની. સેવામાં સંલગ્ન હોય તો બોલાવવા પર પણ ન બોલવું. (૯) મળ વિસર્જન કરતા ન બોલવું. (૧૦) ગુરુથી ક્યારેક ઉસૂત્ર પ્રરૂપણા થઈ જાય તો વિવેકપૂર્વક કે એકાંતમાં કહેવું. (૧૧) ગુરુ વગેરે સંયમમાં શિથિલ થઈ ગયા હોય તો તેને સંયમમાં સ્થિર કરવા માટે કર્કશ ભાષાનો પ્રયોગ કરવો. ઉક્ત આશાતનાની પ્રવૃત્તિ કરવા પર પણ સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી, કારણ કે તેમાં આશાતનાનો ભાવ હોતો નથી. પરંતુ ઉચિત્ત વિવેક દષ્ટિ હોય છે. બીજા પ્રકારની તેત્રીસ અશાતના:- (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ (૬) સાધ્વી (૭) શ્રાવક (2) શ્રાવિકા (૯) દેવ (૧૦) દેવી (૧૧) આ લોક (૧૨) પરલોક (૧૩) કેવલી પ્રરૂપિત ધર્મ (૧૪) દેવ મન પ્રાણી (૧૬) કાળ (૧૭) શ્રત (૧૮) ગણધર (૧૯) વાચનાચાર્ય. આ ઓગણીસની આશાતના. શેષ ૧૪ જ્ઞાનના અતિચારોનું સંકલન સમજવું જોઇએ. આ પ્રકારે (૧૯ + ૧૪) ૩૩ અશાતના. વ્યાખ્યાકારે પહેલાં ગુરુશિષ્યની ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ કરીને પછી અરિહંત આદિ ૩૩ આશાતનાઓનું વિશ્લેષણ ક્યું છે. આવશ્યક સૂત્રમાં શ્રમણ સૂત્રના ચોથા પાઠમાં તેનીસ બોલ છે. તેમાં છ સુધીનાં બોલોના ખુલાશા છે ત્યાર પછીની સંખ્યાના બોલોનું સૂચનમાત્ર છે. તે સર્વનું વિવેચન વ્યાખ્યાકારે યથાયોગ્ય છે તેમજ વિવિધ શાસ્ત્રોમાં અમુક અમુક બોલનો વિસ્તાર યથાસ્થાન છે ત્રીજી રીતે - પાંચ અસ્તિકાય, છ જવનિકાય, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતા અને નવતત્ત્વ આ તેત્રીસ તત્ત્વોના પ્રત્યે અવિનય કરવો આશાતના છે. તેત્રીસ આશાતનાનો આ ત્રીજો પ્રકાર મૂલાચાર ગ્રંથમાં બતાવ્યો છે. પરિશિષ્ટ-૩ તપ સ્વરૂપ (ચારિત્રને અંતર્ગત) ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયનમાં તપનું વર્ણન છે. ઔપપાતિક સૂત્રમાં અણગારોના તપોગુણરૂપે વિસ્તારથી તપનું વર્ણન છે. ઠાણાંગ સૂત્રમાં તપના ભેદોપભેદના નામ કહ્યા છે અને ભગવતી સૂત્રમાં પ્રશ્નોત્તરના રૂપે બધા જ તપોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તપના પ્રકાર :- તપના મુખ્ય બે ભેદ છે– (૧) આત્યંતર (૨) બાહ્ય. બંનેના છ-છ પ્રકાર છે. બંને પ્રકારના તપમાં શરીર અને આધ્યાત્મ બંનેનો પૂર્ણ સહયોગ રહેલો છે. તો પણ અપેક્ષાએ બાહ્ય તપમાં બાહ્ય વ્યવહારની પ્રધાનતા છે અને આત્યંતર તપમાં આધ્યાત્મ ભાવોની પ્રધાનતા છે. તાત્પર્ય એ છે કે અપેક્ષાએ આત્યંતર અને બાહ્ય તપ છે(એકાંતે નહિ)અર્થાત્ કાયાના સહયોગ વિના વૈયાવચ્ચ આદિ આવ્યંતર તપ નથી થઈ શકતું અને ભાવોની ઉચ્ચતા વિના બાહ્ય તપમાં ફોરવેલું પરાક્રમ આગળ વધારી શકાતું નથી. મોક્ષ ભાવનાથી નિરપેક્ષ બેઉ તપ અકામ નિર્જરામાં પરિણમે છે. આત્મલક્ષ્ય અને આત્મજ્ઞાનથી શૂનય નિર્જરાતપ, પુણયબંધ નું કારણ બને છે. આ ભેદથી ફક્ત સમયકદ્રષ્ટીનું આત્યંતર તપજ આત્મલક્ષી છે. મિથ્યાદ્રષ્ટીનું આત્યંતર તપ પણ બાહય જેવું જ છે. આત્મશુદ્ધિ નથી થતી. આવ્યંતર તપને બહાને બાહ્ય તપની ઉપેક્ષા કરવાથી બહિર્મુખી થવાય છે. અને આત્યંતર તપની ઉપેક્ષા કરી બાહ્ય તપ કરવાથી ક્રોધની વૃધ્ધિ થાય છે. પરસ્પર નિરપેક્ષ બેઉ તપ કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ કરી નાખે છે. બેઉના સમન્વયથી સમયકત્વ અને ચારિત્ર ટકી રહે છે. મન, વચન કાયાના યોગ વાળા આત્મામાં સ્પંદન થાય છે. જેનાથી શક્તિ, મનોબળ ઉત્પન્ન થાય છે. જો તેનો સદઉપયોગ ન થાય તો, વૃથા અનિષ્ટ ક્રિયાઓમાં તે વપરાય છે અને આત્માને ગેરમાર્ગે લઈ જાય છે. તેથી શક્તિ હોવા છતાં તપ ન કરવાથી ચારિત્રની હાનિ થાય છે. ચારિત્રની ઘાત(વધારે હાની એટલે ઘાત) સાથે દર્શનની ઘાત થાય છે. દર્શન વગર જ્ઞાન અજ્ઞાનમાં પરિણમે છે. તેથી શક્તિ હોવા છતાં, તપ ન કરનારને કાળક્રમે સમયકત્વ પણ ચાલી જવાની શક્યતા છે. (પહેલા છ બાહય તપ)-આ બધા તપો દ્રવ્યથી અને ભાવથી બે ભેદે ચિંતવવા. (૧) અનશન – નવકારશી, ઉપવાસ આદિ ૬ મહિનાના તપ સુધીની વિવિધ તપ સાધનાઓ ઈત્વરિક(અલ્પકાલીન) તપશ્ચર્યા છે અને મારણાંતિક રોગ કે વૃધ અવસ્થામાં આજીવન સંથારો ગ્રહણ કરવો તે આજીવન-માવજીવનનું તપ છે.(શ્રાવકનો ત્રીજો મનોરથ છે.) આજીવન અનશનના ભક્ત પ્રત્યાખ્યાન અને પાદોપગમન એ બે ભેદ છે. ભક્ત પ્રત્યાખ્યાનમાં ત્રણ અથવા ચાર આહારનો ત્યાગ કરવામાં આવે છે. તેમાં શરીરાદિનું પરિકર્મ–સેવા સ્વયં કરી શકે તથા બીજા પાસે કરાવી શકે છે. (નિહારિમ)-મૃત્યુ બાદ આ સંથારાવાળા સાધકના શરીરનો અગ્નિ સંસ્કાર કરવો હોય તો કરી શકાય છે. આ અનશન સાગારી પણ હોઈ શકે છે.(દા.ત. ઉપદ્રવ આવવાથી અથવા રાત્રે). Page #252 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 252 આચારાંગાદિ સૂત્રમાં આજીવન અનશનનો ત્રીજો પ્રકાર ઇગિતમરણ કહેવામાં આવ્યો છે. જે મધ્યમ પ્રકારનો છે એટલે કે તેમાં પાદોપગમન અનશનની અપેક્ષાએ કંઈક છૂટછાટ છે. જેમ કે મર્યાદિત ક્ષેત્રમાં હાથ-પગનો સંકોચ-વિસ્તાર કરવો. કેટલોક સમય ઊભા રહેવું, બેસવું, સંક્રમણ કરવું ઇત્યાદિ. પાદોપગમન અનશનમાં નિશ્રેષ્ટ થઈ ધ્યાનમાં લીન બનવું, તેમાં હલન-ચલન પણ ન કરાય, પરંતુ લઘુનીત–વડીનીતનો પ્રસંગ આવે તો ઊઠીને યથાસ્થાને જઈ શકાય છે. સંથારાના સ્થાને જ મળમૂત્રનું નિવારણ ન કરાય. નિહારિમ, અનિહારિમ બંને પ્રકારનું હોય છે. ઉપસર્ગ આવતાં પણ પાદોપગમન સંથારો કરી શકાય છે. સંલેખનાનો કાલક્રમ – મુનિ અનેક વર્ષો સુધી સંયમનું પાલન કરી ક્રમિક તપથી સંલેખના કરે. આ સંલેખના, સંથારાની પહેલાં કરવામાં આવે છે. સંલેખના ઉત્કૃષ્ટ બાર વર્ષ, મધ્યમ એક વર્ષ તથા જઘન્ય છ માસની હોય છે. પહેલાં ચાર વર્ષમાં વિષયોનો ત્યાગ કરે. બીજા ચાર વર્ષમાં વિવિધ તપાચરણ કરે પછી બે વર્ષ સુધી એકાંતર તપ કરે અને પારણાના દિવસે આયંબિલ કરે. અગિયારમા વર્ષના પ્રથમ છ મહિનામાં કઠિન તપ ન કરે પાછળના છ મહિનામાં કઠિન તપ કરે. આ વર્ષમાં પારણાના દિવસે આયંબિલ કરે. બારમા વર્ષે મુનિ કોટિ સહિત (નિરંતર) આયંબિલ કરે પછી પક્ષ અથવા માસનું અનશન તપ કરે. – ઉત્ત. અ. ૩૬. (૨) ઊણોદરી - ઈચ્છા અને ભૂખથી ઓછું ખાવું, સીમિત દ્રવ્ય વાપરવા, ઓછા ઉપકરણ રાખવા, ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવો ઊણોદરી તપ છે. ઉપભોગ-પરિભોગનાં સાધનો ઓછા વસાવવા, ઓછા વાપરવા. ૧ પાત્ર, ૧ વસ્ત્ર રાખવું ઉપકરણ ઊણોદરી તપ છે. ગૃહસ્થે ઉપયોગ ક્ય હોય તેવા ઉપકરણ ગ્રહણ કરવા, એવો અભિગ્રહ કરવો પણ ઉપકરણ ઊણોદરી છે. કલહ. કષાય, વાક્યદ્ધ આદિના પ્રસંગમાં ગમ ખાવી, શાં રાખવું ભાવ ઊણોદરી કહેવાય છે. આવેશાત્મક ભાવ નહિ સેવવા. ગુસ્સો, ઘમંડ, કપટ, લોભ, લાલચથી અને કર્મબંધથી આત્માને સુરક્ષિત રાખવો તે ભાવ ઊણોદરી. (૩) ભિક્ષાચરીઃ- સાધુ માટે–વાચનાથી પ્રાપ્ત,સામાન્ય કે તુચ્છ આહાર લેવો. ગોચરીમાં વિવિધ અભિગ્રહ કરવા, ૭ પિંડેષણા, ૭ પાણેષણાના સંકલ્પથી ગોચરીએ જવું. આઠ પ્રકારની પેટી, અર્ધપેટી ઇત્યાદિ આકારવાળી ભ્રમણ વિધિમાંથી કોઈપણ વિધિનો સંકલ્પ કરવો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સંબંધી કોઈપણ અભિગ્રહ કરવો. દ્રવ્યથી ખાદ્ય પદાર્થોની સંખ્યા, દત્તી આદિનો નિર્ણય કરવો. ક્ષેત્રથી ભિક્ષાના ઘરોની સંખ્યા, ક્ષેત્ર, દિશા આદિ સીમિત કરવી, કાળથી સમયની મર્યાદા કરવી પછી તેટલા સમયમાં જ ભિક્ષા લેવી. ભાવથી દાતા સંબંધી, વસ્તુ સંબંધી(રંગ, વ્યવહારાદિથી) અભિગ્રહ કરવો. શુદ્ધ એષણા સમિતિથી આહારાદિ પ્રાપ્ત કરવાના દઢ સંકલ્પથી ગોચરી કરવી, તે પણ ભિક્ષાચરી તપ કર્યું છે. આ સંકલ્પમાં નવો અભિગ્રહ તો નથી હોતો પણ એષણાના નિયમોમાં અપવાદનું સેવન થઈ શકતું નથી. મૌનપૂર્વક ગોચરી કરવી એ પણ ભિક્ષાચરી તપ કર્યું છે. ભિક્ષાચરી તપને અભિગ્રહ તપ તથા વૃત્તિ સંક્ષેપ તપ કહી શકાય છે. શ્રાવકો માટે–પરિમિત આજીવિકા, ૧૫ કર્માદાનનો ત્યાગ. (૪) રસ પરિત્યાગ:- વિનય, મહાવિનયનો ત્યાગ કરવો, સ્વાદિષ્ટ પદાર્થનો ત્યાગ કરવો, મીઠાઈ, મેવો, મુખવાસ, ફળ તેમજ અન્ય ઇચ્છિત વસ્તુઓનો ત્યાગ કરવો, તે રસપરિત્યાગ તપ છે. એમ તો સંયમ સાધક, ભિક્ષુ રસાસ્વાદને માટે કોઈ આહાર કરતા નથી પણ સંયમ મયૉદા અને જીવન નિર્વાહના હતુએ જ મયોદિત આહાર કરે છે. તો પણ વિશિષ્ટ ત્યાગની અપેક્ષાએ આ તપ કહેવાય છે.(પરિત્યાગનો અર્થ છે દ્રવ્યથી તેમજ ભાવથી, તેથી એમ ન સમજવું કે રસ-આસ્વાદન વાળા ભોજન આસકતિ રહિત થઈ ખાવાથી પણ પરિત્યાગ કહેવાય.) શબ્દાર્થ: પ્રાન્ત-ખાધા પછી વધેલું. રુક્ષ–જીભને અપ્રિય લાગે તેવું. અત્ત-હલકું ધાન્ય, (૫) કાયક્લેશ (સુકુમારતા છોડવી)– આસન કરવા, લાંબા સમય સુધી એક આસને સ્થિર રહેવું, શયનાસનનો ત્યાગ કરવો, વિરાસન આદિ કષ્ટદાયક આસન કરવા, આતાપના લેવી, ઠંડી સહન કરવી, અચેલ(અલ્પવસ્ત્રી) ધર્મનો સ્વીકાર કરવો ઇત્યાદિ કાયક્લેશ તપ છે. સંયમ જીવનના આવશ્યક નિયમ-પાદવિહાર, લોચ કરવો, સ્નાન ન કરવું, ઔષધ ઉપચાર ન કરવા, ભૂમિ શયન કરવું વગેરે પણ કાયક્લેશ તપ છે. આ તપના ચાર ભેદ– (૧) આસન, (૨) આતાપના, (૩) વિભૂષા ત્યાગ, (૪) પરિકર્મ-શરીર શુશ્રુષાનો ત્યાગ. ભિક્ષાચર્યા તપના ૩૦ પ્રકારઃ (૧) દ્રવ્ય- દ્રવ્ય સંબંધી અર્થાતુ ખાદ્ય પદાર્થ સંબંધી નિયમ અથવા અભિગ્રહ કરી આહાર લેવો. (૨) ક્ષેત્ર- પ્રામાદિ ક્ષેત્રોમાંથી કોઈપણ એક ક્ષેત્ર સંબંધી વાસ, પરો, ગલી, શેરી, આદિનો અભિગ્રહ કરી આહાર લેવો. (૩) કાળ- દિવસના અમુક ભાગમાં આહાર લેવો. (૪) ભાવ– અમુક વય, વસ્ત્ર યા વર્ણ(બ્રામણ વગેરે)વાળાથી આહાર લેવો. (૫) ઉષ્મિત ચરએ- કોઈ વાસણમાંથી ભોજન કાઢનાર પાસેથી આહાર લેવો. (૬) નિખિત ચરએ- કોઈ વાસણમાં ભોજન નાખતા હોય તે આહાર લેવો. (૭) ઉખિત નિમ્બિત ચરએ- એક વાસણમાંથી લઈ બીજા વાસણમાં ભોજન નાખતા હોય તે આહાર લેવો. (૮) નિખિત ઉખિત ચરએ કોઈ વાસણમાં કાઢેલા ભોજનને બીજા વાસણમાં લેનાર પાસેથી આહાર લેવો. (૯) વઢ઼િજ઼માણ ચરએ- કોઈના માટે ભોજન પીરસાણું હોય તેમાંથી લેવું. (૧૦) સાહરિજ઼માણ ચરએ– અન્યત્ર ક્યાંય લઈ જનારથી આહાર લેવો. (૧૧) ઉવણીય ચરએ– આહારની પ્રશંસા કરી દેનાર પાસેથી લેવું. (૧૨) અવણીય ચરએ– આહારની નિંદા કરી દેનાર પાસેથી આહાર લેવો. (૧૩) ઉવણીય અવણીય ચરએ– જે દાતા પહેલાં આહારની પ્રશંસા કરે અને પછી નિંદા કરે તેના પાસેથી આહાર લેવો. (૧૪) અવણીય ઉવણીય ચરએ– જે દાતા આહારની પહેલાં નિંદા કરે અને પછી પ્રશંસા કરે તેના હાથે આહાર લેવો. Page #253 -------------------------------------------------------------------------- ________________ jainology I (૧૫) સંસદ ચરએ– લેપાયેલ હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો. (૧૬) અસંસદ ચરએ– અલિપ્ત હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો. આમાં દાતા તથા વસ્તુનો વિવેક રાખવો જોઇએ. જેથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. (૧૭) તજ્જાય સંસદ ચરએ– દેય પદાર્થથી ખરડાયેલ હાથ, પાત્ર કે ચમચી દ્વારા આપવામાં આવતા આહારને લેવાનો અભિગ્રહ કરવો. 253 (૧૮) અન્નાય ચરએ– અજ્ઞાત સ્થાન– ૧.જ્યાં ભિક્ષુની પ્રતીક્ષા ન કરતા હોય તથા તેના આવવાનું કોઈ અનુમાન ન હોય ત્યાંથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨. પોતાની જાતિ, કુળની ઓળખાણ આપ્યા વિના આહાર લેવો. ૩. અજ્ઞાત, અપરિચિત્ત વ્યક્તિના ઘરેથી આહાર લેવો. (૧૯) મૌન ચરએ– મૌન રહી આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨૦) દિષ્ટ ચરએ– સામે દેખાતો જ આહાર લેવો. (૨૧) અદિષ્ટ ચરએ– દેખાતો ન હોય એટલે કે પેટી, કબાટ આદિમાં બંધ કરી રાખેલો આહાર સામે જ ખોલીને આપે તે લેવો. (૨૨) પુટ્ટ ચરએ– ‘તમને શું જોઇએ છે ?' એ પ્રમાણે પૂછીને આહાર આપે. (૨૩) અપુષ્ટ ચરએ– પૂછયા વિના આહાર આપવા લાગે તે લેવો. (૨૪) ભિખ્ખુ લાભિએ– યાચના કરવા પર દેનાર પાસેથી આહાર લેવો. (૨૫) અભિક્ખલાભિએ– યાચના ર્યા વિના, સાધુને આવેલા જોઈને જાતે જ આહાર આપે તેવો આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨૬) અન્નગિલાયએ :– ઉજ્જીિત ધર્મવાળા, અમનોજ્ઞ અને બીજા, ત્રીજા દિવસના આહારાદિ લેવા. (૨૭) ઓવણીએ :– બેસી રહેલા દાતાની સમીપે પડેલો આહાર લેવો. (૨૮) પરિમિય પિંડવાઈએ ઃ– પરિમિત દ્રવ્યો કે પરિમિત(અત્ય૫) માત્રામાં આહાર લેવાનો અભિગ્રહ કરવો. == (૨૯) સુદ્ધેસણીએ– એસણામાં કોઈ પણ અપવાદનું સેવન ન કરવાનો અભિગ્રહ. (૩૦) સંખાદત્તીએ– દત્તિનું પરિમાણ નિશ્ચિત કરીને આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરવો.—[ઔપપાતિક સૂત્ર ભિન્ન પિંડપાતિક– ટુકડા કરેલા પદાર્થોની ભિક્ષા લેવાવાળા, અખંડ પદાર્થ– મગ, ચણા આદિ ન લેવાવાળા.—[ઠાણાંગ-૫] રસપરિત્યાગ તપના પંદર પ્રકાર : (૧) નિર્વિકૃતિક− વિગય રહિત આહાર કરવો. નીવી તપ કરવું. (૨) પ્રણીતરસ પરિત્યાગ– અતિ સ્નિગ્ધ અને સરસ આહારનો ત્યાગ. આગમસાર (૩) આયંબિલ– મીઠું આદિ ષટ્સ તથા વિગય રહિત એક દ્રવ્યને અચિત્ત પાણીમાં પલાળી દિવસમાં એક વખત વાપરવું. (૪) આયામ સિકથભોજી– અતિ અલ્પ(એકાદ કણ) લઈ આયંબિલ કરવી. (૫) અરસાહાર– મસાલા વિનાનો આહાર કરવો. (૬) વિરસાહાર– ઘણા જુના અનાજનો બનાવેલો આહાર લેવો.(૭)અન્તાહાર–ભોજન કરી લીધાં પછી પાછળ વધેલો આહાર લેવો. (૮) પ્રાન્તાહાર– તુચ્છ ધાન્યથી બનાવેલો આહાર કરવો. (૯) રુક્ષાકાર– લૂખો–સૂકો આહાર કરવો. કાયક્લેશ તપના નવ પ્રકાર : (૧) સ્થાનસ્થિતિક– એક આસને સ્થિર ઊભા રહેવું. બેસવું નહીં. (૨) ઉત્કટુકાસનિક– બન્ને પગ ઉપર બેસી મસ્તક પર અંજલી કરવી. (૩) પ્રતિમા સ્થાયી– એક રાત્રિ આદિનો સમય નિશ્ચિત કરી કાઉસગ્ગ કરવો. (૪) વીરાસનિક– ખુરશી ઉપર બેઠેલ વ્યક્તિની નીચેથી ખુરશી કાઢી લેવાથી જે સ્થિતિ થાય છે, તે આસને સ્થિર રહેવું. (૫) નૈષધિક– પલાંઠીવાળી બેસવું અને સમયની મર્યાદા કરવી. (૬) આતાપક– તડકા આદિની આતાપના લેવી. (૭) અપ્રાવૃતક– શરીરના ઉપરી ભાગથી ખુલ્લા શરીરે રહેવું. (૮) અકંડૂયક– ચળ આવવા છતાં શરીરને ખણવું નહીં. (૯) અનિષ્ઠીવક– કફ, થૂંક આવ્યા છતાં થૂંકવું નહીં. (૧૦) સર્વગાત્ર પરિકર્મ અને વિભૂષા વિપ્રમુક્ત− દેહના તમામ સંસ્કાર તથા વિભૂષાદિથી મુક્ત રહેવું. (૧૧) દંડાયતિક– દંડની સમાન લાંબા પગ કરી સૂવું. (૧૨) લગંડશાયી– (૧) માથું અને પગની એડીને જમીન પર ટેકવી બાકીના શરીરને ઊંચું કરી સૂવું. (૨)પડખુંવાળી સૂઈ જવું અને કોણી પર ઊભા રાખેલા હાથની હથેળી પર માથું રાખીને, ઊભા રાખેલ એક પગના ઘુંટણ ઉપર બીજા પગની એડી મૂકવી. આ આસનમાં શિરે રાખેલા હાથની કોણી જમીન ઉપર રહે છે અને એક પગનો પંજો ભૂમિ ઉપર રહે છે. એક પડખું જમીન ઉપર રહે છે (૧૩) સમપાદપુતા– બંને પગ અને પૂઠાને ભૂમિ ઉપર ટેકવી બેસવું.(૧૪) ગોદોહિકા– ગાય દોહવાના આસને બેસવું. (૧૫) અપ્રતિશાયી– શયનનું ત્યાગ કરવું. ઊભા રહેવું અથવા કોઈ પણ આસને બેઠા રહેવું. (૬) પ્રતિસંલીનતા તપ : અંતર(કષાય)–બાહય(ઈન્દ્રિયોની) ચેષ્ઠાઓની સંવર. ઈન્દ્રિયોની પ્રવૃતિ એટલે વિષય અને તેમાં રુચીઅરુચી તે વિકાર. ઈન્દ્રિયોને આત્મહિતકારી પ્રવૃતિઓમાં લગાડવી એ સાધના છે. શરીર એ સાધન છે, મોક્ષ સાધ્ય છે. શરીર અને ઈન્દ્રિયોનો સદઉપયોગ મોક્ષમાર્ગની પ્રવૃતિ છે. અનાયાસ અને લાચારીથી પ્રાપ્ત થતાં વિષયોમાં રાગદ્વેષ ન કરવો તે ઇન્દ્રિય નિગ્રહ છે. વિકાર નિકળી જતાં વિષય અર્થમાત્ર રહે છે. શ્રાવકો માટે—વિષયો પ્રત્યે અનુત્સુકતા અને પ્રાપ્તમાં ઉદાસીન ભાવ એ ઇન્દ્રિય પ્રતિસંલીનતા છે. કષાય—ધર્મભાવમાં પ્રવૃતિ રાખવાથી કષાયનાં ઉદયને રોકી શકાય છે, અને ઉદયમાંને વિફલ કરી શકાય છે. (૧) ઇન્દ્રિયોને પોતાના વિષયમાં જવા ન દેવી તેમજ સહજ પ્રાપ્ત વિષયોમાં રાગ–દ્વેષ ન કરવો તે ‘ઇન્દ્રિય પ્રતિસંલીનતા’ તપ છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ 254 આગમચાર-પૂર્વાર્ધ (૨) ગુસ્સો, ઘમંડ, કપટ, લોભ-લાલચને ઉત્પન્ન જ ન થવા દેવા. સાવધાન રહેવું. ઉદયની પ્રબળતાએ ઉત્પન્ન થઈ જાય તો તેને તત્કાળ નિષ્ફળ કરી દેવા અર્થાત્ જ્ઞાન અને વૈરાગ્યના માધ્યમે પોતાના કર્તવ્યનું ચિંતન કરી, આત્મ સુરક્ષાના લક્ષ્યને રાખી, પરદોષ દર્શન દષ્ટિને નષ્ટ કરી, સ્વદોષ દર્શન કરી, ઐહિક સ્વાર્થને ગૌણ કરી, આધ્યાત્મિક વિકાસની અભિમુખ થઈ તે કષાયોને સ્થિર રહેવા ન દેવા “કષાય પ્રતિસલીનતા' છે. (૩) ખોટા સંકલ્પ-વિકલ્પ ઉત્પન જ ન થવા દેવા, ઉચ્ચ સંકલ્પોને વધારતા રહેવું, મનને એકાગ્ર કરવામાં અભ્યસ્ત રહેવું એટલે કે ધિીમે ધીમે સંકલ્પ વિકલ્પોથી મુક્ત થવું, તે “મન યોગ પ્રતિસંલીનતા” છે. એ જ પ્રકારે ખરાબ વચનનો ત્યાગ, સારા વચનોનો પ્રયોગ, મૌનનો વધુને વધુ અભ્યાસ તે “વચનયોગ પ્રતિસંલીનતા' છે. હાથ–પગાદિ શરીરના અંગોપાંગને પૂર્ણ સંયમિત તથા સંકુચિત્ત રાખવા; સ્થિર રહેવું; ચાલવું, બેસવું, ઊઠવું, અંગોનું સંચાલન કરવું ઇત્યાદિ પ્રવૃત્તિમાં યતના તથા વિવેક રાખવો તે “કાયપ્રતિસલીનતા કહેવાય. અનાવશ્યક પ્રવૃત્તિ ન કરવી તે “કાય યોગ પ્રતિસલીનતા છે. (૪) એકાંત સ્થાનોમાં રહેવું, બેસવું, સૂવું આદિ ચોથું ‘વિવિક્તશયનાસન પ્રતિસલીનતા છે. છ બાહય તપથી આત્મણોમાં થતી પરયાપતિ: ૧. અનશનથી–અભયદાન, સર્વજીવો પ્રત્યે મૈત્રિભાવના, બ્રમચર્ય સહાયક, વેદમોહનાં ઉદયનો અભાવ, ઉપશમ (અબ્રમચર્યથી હાર્ટ કમજોર થાય છે, પથરી–કીડનીની બિમારીઓ થાય છે.) અનમોહનો ત્યાગ, દેહિક મમતા પર વિજય. ૨. ઉણોદરીથી-ઇચ્છાઓ પર નિયંત્રણ, ઈન્દ્રિયો પર નિયંત્રણ, મનોબળની દ્રઢતામાં વૃધ્ધિ. ૩. ભિક્ષા ચર્યાથી–મળે કે ન મળે બધામાં સમભાવની સાધના, માન વિજય, ભય વિજય(આહાર ન મળવાનો ભય નહિ), અંતરાય કર્મનો ઉદીરણાથી ક્ષય થાય છે. ૪. રસપરિત્યાગથી–અનઆસકત ભાવની વૃધ્ધિ, અસાતા વેદનીય કર્મ ક્ષય થાય છે. ૫. કાયકલેશથી–સુખની ઇચ્છાનો ત્યાગ, દુઃખનો ભય નહિં, ઋતુને અનુકુળ શરીર બનવું, કષ્ટ સહેવાની શક્તિ વધે છે. ૬. પ્રતિસંલીનતાથી-ચિત્તની શાંતિ, એકાગ્રતા વધવી, અશુભ મનવચનકાયા નાં યોગથી પાછા વળવું. (છ આત્યંતર તપ) (૭) પ્રાયશ્ચિત તપઃ પ્રમાદથી, પરિસ્થિતિથી કે ઉદયાધીનતાથી લાગેલા દોષોની આલોચના આદિ કરવી, સરલતા, નમ્રતા લઘુતા યુક્ત થઈ પૂર્ણ શુદ્ધિ કરવી, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત સ્વીકારી મિથ્યા દુષ્કૃત દેવું ઇત્યાદિ પ્રાયશ્ચિત્ત તપ છે. તેના પ્રકાર– આલોચના(આલોયણા)-ગુરુ પાસે વિશુધ્ધિ માટે દોષો પ્રકટ કરવા, અથવા ભિક્ષા, ચંડીલ, ગમનાગમન, પ્રતિલેખન જેવા રોજનાં કાર્યમાં લાગેલાં દોષોની વિશુધ્ધિ માટે. જેના માટે સરલતા, વિનમ્રતા, ગુરુ પર શ્રધ્ધા, શૂરવીરતા, નિર્ભયતા, અક્રોધ, અમાન, અમાયા, અલોભ જેવા ગુણોની જરૂર પડે છે. પ્રતિક્રમણ(ભાવપૂર્વક પાપથી પાછા હઠવું)-પાંચ સમિતી, ત્રણ ગુપ્તીમાં સહસાગારથી, ઉતાવળથી, આશ્ચર્યથી લાગેલા દોષોને માટે મિચ્છામી દુક્કડમ. ચિંતન પૂર્વક ખરા મનથી દોષોની નિંદા કરી પાછા હઠવું અને ફરી એ દોષો ન લાગે તે માટે સાવચેત રહેવું. પોતાની એ ક્રિયા અને ભાવોને માટે પશ્ચાતાપ કરવો. તદુભયા-આલોચના અને પ્રતિક્રમણ બેઉ સાથે. નિદ્રા અવસ્થામાં દુસ્વપ્નથી લાગેલા દોષો માટે ગુરુ પાસે મિચ્છામી દુક્કડમ લેવું. વિવેક(પરડવારૂપ ત્યાગ)- સચિત્ત, અસૂજતા આહારની જાણ થતાં પરઠવો. અજાણતા આવેલા આહાર માટે વિવેક છે. જાણતા લાવેલા માટે હજી બીજું પ્રાયશ્ચિત, વિવેક સાથે આવે છે. કાયોત્સર્ગ(સ્વાધ્યાય યુક્ત ત૫)-વિવશતાથી લાગેલા પરઠવા આદિનાં દોષો માટે શરીરને સ્થિર રાખીને પ્રમાણ યુક્ત સ્વાધ્યાય સાથેનું તપ. તપ- જાણતાં, પ્રમાદથી, કષાયથી લાગેલા દોષો માટેનું અનશન આદિ રૂપ બાહય તપનું પ્રાયશચિત્ત . (૮) વિનય તપઃ (ઈન્દ્રીય અને કાયાને જતનાથી પ્રવર્તાવવી)– વિનયનો સામાન્ય અર્થ નમ્રતા, વંદના, નમસ્કાર, આજ્ઞાપાલન, આદર કરવો, સન્માન કરવું, ભક્તિ સભર વ્યવહાર કરવો આ બધી પ્રવૃત્તિને વિનય તપ કહેવાય છે. કર્મોને દૂર કરવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરી ભક્તિ સભર વ્યવહાર કરવો, મન, વચન, કાયાને પ્રશસ્ત રાખી આત્માને કર્મબંધથી દૂર રાખી, અપ્રશસ્ત મન-વચનનો વ્યવહાર ન કરવો તે પણ વિનય છે. વિનયના ક્ષેત્રકાળ સંબંધી અનુષ્ઠાનોનું પાલન કરવું, કાયિક પ્રવૃત્તિઓ યતનાપૂર્વક કરવી, પ્રત્યેક પ્રાણી સાથે વ્યવહાર કરવો ઇત્યાદિ પણ વિનયતા છે. વિનયના સાત પ્રકાર છે- જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાય, લોકોપચાર વિનય. કાયાથી ઉપયોગપૂર્વક ગમનાગમન ઉલ્લંઘન, પ્રલંઘન, બેસવું, ઊઠવું પણ વિનય કહેવાય છે. અવિવેકી પ્રવૃત્તિઓ ન કરવી તે પણ વિનય છે. અર્થાત્ બધા પ્રકારના વિવેક સાથે અનાશ્રવી વૃત્તિથી વ્યવહાર કરવાવાળી ગુણ સંપન્ન વ્યક્તિ, વિનીત કહેવાય છે. આ પ્રમાણે બધા ઉન્નત ગુણોને વિનય કહેવાય છે. જેમનો ઉપરોકત સાત ભેદમાં સમાવેશ થાય છે. આ અપેક્ષાએ જ ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અને અગિયારમા અધ્યયનમાં અનેક ગુણોવાળાને વિનયી કહ્યા છે. આત્મશુદ્ધિ વિના વિનય સંભવ નથી. વિનય વ્યક્તિને અહંકારથી મુક્ત કરે છે. અહંકાર જ સર્વાધિક મહત્ત્વનો આત્મદોષ છે. જૈનાગમોમાં વિનય શબ્દનું તાત્પર્ય –આચારના નિયમોનું પાલન– પણ ક્યું છે. તે અનુસાર નિયમોન સમ્યક રૂપે પરિપાલન કરવું તે વિનય છે. બીજા અર્થમાં વિનય વિનમ્રતાનો સૂચક છે. તેનું તાત્પર્ય એ છે કે વરિષ્ટ, ગુરુજનોનું સન્માન કરતાં તેમની આજ્ઞાનું પાલન કરવું, તેમનો આદર કરવો. (૯) વૈયાવૃત્ય તપઃ સંયમી અને સાધર્મિકની સેવા (વૈયાવચ્છનું મહત્વ સ્વાધ્યાયથી વિશેષ છે) આચાર્યાદિ દસ સંયમી મહાપુરુષોની યથાયોગ્ય સેવા કરવી, વૈયાવચ્ચ તપ છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, ૫. રોગી, ૬. Page #255 -------------------------------------------------------------------------- ________________ jainology 255 આગમસાર નવદીક્ષિત, ૭. કુલ, ૮. ગણ, ૯. સંઘ, ૧૦. સાધર્મિક શ્રમણ. તેઓને આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર પ્રદાન કરી શારીરિક શાતા પહોંચાડવી, વચન વ્યવહારથી માનસિક સમાધિ પહોંચાડવી વૈયાવચ્ચ તપ છે. (૧૦) સ્વાધ્યાય ત૫ : શુધ્ધ જ્ઞાનનું મર્યાદાથી પઠન, પાઠન– ભણવું ભણાવવું. તેના પાંચ પ્રકાર છે વાચના, પૃચ્છા, પરિવર્તના, અનુપ્રેક્ષા તથા ધર્મકથા. રુચિપૂર્વક શાસ્ત્રોનું, જિનવાણીનું, ભગવદ્ સિદ્ધાંતોનું કંઠસ્થ કરવું, વાંચન કરવું, મનન, ચિંતન અનુપ્રેક્ષણ કરવું, પ્રશ્ન, પ્રતિપ્રશ્નોથી અર્થ, પરમાર્થને સમજવું. સ્વાધ્યાય આદિથી પ્રાપ્ત થયેલ અનુભવને ભવી જીવો સમક્ષ પ્રસારિત કરવું. અર્થાતુ પ્રવચન દેવું, સ્વતઃ ઉપસ્થિત પરિષદને યોગ્ય ઉદ્દબોધન દેવું, તેઓને ધર્મમાર્ગમાં ઉત્સાહિત કરવા, તે સ્વાધ્યાય તપ છે.(પ્રેરણા કરી, પત્રિકા છપાવી, ભક્તોને એકઠા કરી સભાનું આયોજન કરવામાં આવે છે અને તેઓને પ્રસન્ન કરવાના હેતુએ માળા અર્પણ કરવામાં આવે છે તે સ્વાધ્યાય તપ નથી) (૧૧) ધ્યાન તપ: એકાગ્રતાથી શુભચિંતન અથવા અશુભ ચિત્તવૃતિ રોકવી. સ્વાધ્યાય આદિથી પ્રાપ્ત અનુભવ જ્ઞાન દ્વારા આત્માનુલક્ષી, વૈરાગ્યવર્ધક, અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અશુચિ ભાવના આદિ દ્વારા આત્મધ્યાનમાં લીન બનવું અને જ્ઞાન, વૈરાગ્ય તથા આત્મભાવમાં એકમેક બની જવું, મનને અધ્યાત્મભાવમાં એકાગ્ર, સ્થિર કરવું, આત્મ વિકાસના આત્મગુણોમાં પૂર્ણરૂપે ક્ષીર–નીરવતુ મળી જવું. આ પ્રકારે સમભાવ યુક્ત આત્મ વિષયમાં એકાગ્રચિત્ત થઈ જવું; બાહ્ય સંકલ્પોને દૂર કરી આધ્યાત્મ વિષયમાં આત્મસાત્ થવું, તલ્લીન બનવું તે ધ્યાન તપ' છે. સ્વાધ્યાયના ચોથા ભેદરૂપ અનુપ્રેક્ષા અને ધ્યાનની અનુપ્રેક્ષા જુદી જુદી છે. એક તત્વાનુપ્રેક્ષા છે તો બીજી આત્માનુપ્રેક્ષા છે. વિસ્તૃત નયની અપેક્ષાએ ધ્યાનના ચાર ભેદ છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ ધ્યાન. તેનું વિસ્તૃત વર્ણન આગળ ધ્યાન સ્વરૂપ માં જુઓ. (૧૨) વ્યત્સર્ગ તપ :(હેયનો ત્યાગ): સ્વાધ્યાય અને ધ્યાનમાં મનવચનનો પ્રયોગ હોય છે. જ્યારે વ્યુત્સર્ગમાં ત્યાગ પ્રધાન છે. આ અંતિમ ઉત્કૃષ્ટ કક્ષાનું તપ છે. તેમાં ત્યાગ જ કરવાનો છે, ત્યાં સુધી કે સ્વાધ્યાય અને ધ્યાનનો પણ ત્યાગ કરવામાં આવે છે. કારણ કે સ્વાધ્યાય, ધ્યાનમાં યોગ પ્રવર્તન છે. અનુપ્રેક્ષા કરવી એ પણ યોગ પ્રવૃત્તિ છે. આ વ્યુત્સર્ગ તપમાં તો મન, વચન અને કાયાના યોગોને ત્યાગવાનું જ લક્ષ્ય હોય છે. દ્રવ્ય વ્યત્સર્ગ :- ૧. સામહિકતાનો અર્થાત ગણનો ત્યાગ કરી એકલવિહારીપણું ધારણ કરવું એ “ગણ વ્યત્સર્ગ તપ' છે. ૨. શરીરનો ત્યાગ કરી કાયોત્સર્ગ કરવો અર્થાત્ ત્રણે યોગોનો શક્ય તેટલો વ્યુત્સર્ગ કરવો એ “કાયોત્સર્ગ તપ” છે. ૩. ઉપધિનો પૂર્ણરૂપે કે ક્રમિક ત્યાગ કરવો એ ‘ઉપધિ વ્યુત્સર્જન તપ' છે. ૪. આહાર પાણીનો પૂર્ણરૂપે યા ક્રમિક ત્યાગ કરવો એ “ભક્ત–પાન વ્યત્સર્જન તપ” છે. દ્રવ્ય વ્યત્સર્ગના આ ચાર પ્રકાર કહ્યા છે. ભાવ વ્યુત્સર્ગ:- કષાય ત્યાગ, કર્મ બંધ નિવારણ અને સંસાર ભ્રમણનો નિરોધ કરવો એ ભાવ વ્યુત્સર્ગ તપના ત્રણ પ્રકાર છે. વિશેષ વિચારણા :– કાયોત્સર્ગમાં જે લોગસ્સ આદિના જાપ આદિની પ્રવૃત્તિ ચાલી રહી છે. તે પૂર્ણ વ્યુત્સર્ગ નથી. ખરેખર વ્યત્સર્જન તે જ છે જેમાં વચન અને કાયાયોગના ત્યાગની સાથે નિર્વિકલ્પતાની સાધના થાય છે અર્થાત એમાં મનોયોગના વ્યાપારને પણ પૂર્ણરૂપે નિરોધ કરવાનું લક્ષ્ય હોય છે, અનુપ્રેક્ષાનો પણ ત્યાગ હોય છે. આ જ કાયોત્સર્ગરૂપ વ્યુત્સર્ગ તપની સાધના છે. વ્યુત્સર્ગ એ ધ્યાન પછીનું તપ છે. ધ્યાન કરતાં પણ તે વિશિષ્ટ કક્ષાની સાધના છે. આજકાલ આ સાધનાને પણ ધ્યાનના નામે પ્રચારિત કરાય છે. જેમ કે નિર્વિકલ્પ ધ્યાન, ગોયંકા ધ્યાન, પ્રેક્ષા ધ્યાન આદિ. આ સર્વે વ્યવહાર સત્ય ધ્યાન બની ગયા છે પરંતુ વાસ્તવિક સત્ય નથી. કેટલાય લોકોનું એવું માનવું છે કે નિર્વિકલ્પતા છઘસ્થોને નથી હોઈ શકતી. પરંતુ તેમનો આવો એકાંતિક વિચાર અયોગ્ય છે. મનોયોગનું અંતર પણ શાસ્ત્રમાં બતાવેલ છે. પ્રગાઢ નિદ્રામાં પણ મનોયોગ અવરુદ્ધ થાય છે અને વ્યુત્સર્ગ તપમાં યોગોનું વ્યુત્સર્જન કરવું તેને પણ આગમમાં તપરૂપ કહેલ છે. તેમાં મનના સંકલ્પોનું પણ વ્યત્સર્જન કરવું સમાવિષ્ટ છે. તેથી તેનો એકાંત નિષેધ કરવો અનુપયુક્ત અને અવિચારેલ છે. ધ્યાનની સાધનાથી આ વ્યુત્સર્ગની સાધના કંઈક વિશેષ કઠિન અવશ્ય છે તો પણ તેને અસાધ્ય માની શકાય નહીં. આ બધા પ્રકારના તપ, જ્ઞાન-દર્શન–ચારિત્રની સાથે જ મહત્ત્વશીલ બને છે અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર કે ચારિત્રાચારિત્ર ન હોય તો ભૂમિકા વિનાનું તપ આત્મ ઉત્થાનમાં, મોક્ષ આરાધનામાં મહત્ત્વશીલ બની શકતું નથી. તેથી કોઈ પણ નાના કે મોટા તપમાં જ્ઞાન, શ્રદ્ધા અને વિરતિ ભાવની ઉપેક્ષા ન હોવી જોઇએ. ચતુર્વિધ મોક્ષ માર્ગની સાપેક્ષ સાધના જ મોક્ષ ફલદાયી થઈ શકે છે. એના ચાર પ્રકાર છે– (૧) સમ્યગુજ્ઞાન (૨) સભ્યશ્રદ્ધા (૩) સમ્યક ચારિત્ર (૪) સમ્યક તપ. જેમ કે સાણં ચ સર્ણ ચેવ, ચરિતં ચ તવો તહા.– એયં મÄ અણુપત્તા, જીવા ગચ્છતિ સોન્ગઈ (ઉ. ૨૮-૩) ભાવાર્થ – આ ચતુર્વિધ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીને તેની આરાધના કરનારા જીવ મોક્ષરૂપી સદ્ગતિને પ્રાપ્ત કરે છે. પરિશિષ્ટ-૪ ધ્યાન સ્વરૂપ ચાર ધ્યાન વિસ્તાર:- ધ્યાન ચાર છે– ૧. આર્તધ્યાન, ૨. રૌદ્રધ્યાન ૩. ધર્મધ્યાન ૪. શુક્લધ્યાન. આર્ત ધ્યાનના ચાર ભેદ(પાયા):- ૧. પાંચ ઇન્દ્રિયો તથા ત્રણ યોગોને ઈષ્ટ, સાતાકારી, સુખકર એવા પૌદ્ગલિક ઈષ્ટ સંયોગ જે પ્રાપ્ત નથી થયા તે પ્રાપ્ત થઈ જાય અને જે પ્રાપ્ત છે તે ટકી રહે એવા ચિંતનની સ્થિરતા, એકાગ્રતા, ૨.પાંચ ઇન્દ્રિયો તથા ત્રણે યોગોને અનિષ્ટ, અસાતાકારી, દુઃખકર એવા પૌદ્ગલિક સંયોગોનો વિયોગ થાય અથવા એવા સંયોગો આવે જ નહિ; એવી ચિંતનની સ્થિરતા, એકાગ્રતા. ૩. કામ–ભોગો ભોગવવામાં આરોગ્ય રહે; યુવાની રહે; યોગ અને ઇન્દ્રિયોનું સામર્થ્ય રહે; સ્વાધીનતા, સત્તા, ઉન્માદ રહે એવા ચિંતનની એકાગ્રતા. ૪. આ ભવમાં, આગામી ભવમાં અને ભવો ભવમાં ચક્રવર્તી આદિની પદવી અને વિપુલ સુખ મળે, એવા ચિંતનની એકાગ્રતા. Page #256 -------------------------------------------------------------------------- ________________ 256 Pવ. બળ આગમચાર-પૂર્વાર્ધ આર્ત ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ):- ૧. ઈષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગ થતાં મનથી શોક કરવો, અરતિ, ગ્લાનિ, ઉદાસીનતા થવી ઉદ્વિગ્ન બનવું, સંતપ્ત, પરિતપ્ત થવું. ૨. વચનથી રુદન કરવું, વિલાપ કરવો, દીન-હીન વચન કહેવા, આક્રંદ કરવું આદિ. ૩. કાયાથી છાતી, માથું, હાથ આદિ કૂટવા, હાથ-પગ પછાડવા, માથું ઝુકાવી, માથે હાથ દઈને બેસવું, મોઢું ઢાંકવું. ૪. આંખોથી અશ્રુપાત કરવો, આંખો ભીની રહેવી, નાકથી નિઃશ્વાસ નાંખવો, મુખેથી જીભ બહાર કાઢવી આદિ. નિષ્ટ વિયોગ. ઈષ્ટ સંયોગ આદિ થતાં મનથી પ્રસન્ન થવું. રતિભાવ આવવો. મનમાં ગલગલિયાં થવાં, ખશીમાં કુલd. તૃત–પરિતૃપ્ત થવું, ૨. વચનથી ગીત ગાવું, હાસ્ય-અટ્ટહાસ્ય કરવું, બંસરી, સીટી વગાડવી, ખિલખિલાટ કરવું આદિ. ૩. કાયાથી મૂછો પર તાવ દેવો, તાલી વગાડવી, પગેથી નાચવું, હાથ-પગ ઉછાળવા, કૂદવું, ભુજા આદિ ફટકારવા, અભિનય કરવો, આંખો વિકસિત થવી, હર્ષના અશ્રુ આવવા, નાકથી શ્વાસની ગતિ ધીમી થવી, જીભનું હોઠ ઉપર ફરવું આદિ. રૌદ્ર ધ્યાનના ચાર ભેદ(પાયા) :- ૧. પોતાના ઈષ્ટ સંયોગો આદિ માટે નિર્દોષ, નિર્બળને દબાવવા, પીડિત કરવા, દંડ લેવો-દેવો, હત્યા કરવી, યુદ્ધ કરવું. ૨. જૂઠું બોલવું, વિશ્વાસઘાત કરવો, ખોટા કલંક, દોષારોપણ કરવું, ખોટી સાક્ષી પૂરવી. ૩. મોટી ચોરી કરવી, લૂટવું, ચોરવું, તેના માટે પ્રેરણા-સહાયતા કરવી, ચોરીનો માલ સસ્તામાં લેવો, ન્યાયોચિત્ત કર(ટેક્સ)ની ચોરી કરવી, ચોરી કરીને પ્રસન્ન થવું. ૪. નિર્દોષને કારાવાસમાં રાખવા કન્યા, પરસ્ત્રી યા વિધવાનું અપહ શરાફ શ્રેષ્ઠી બનીને લૂટી લેવું; સ્વામી ઉપકારીનો દ્રોહ કરવો આદિ. રૌદ્ર ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) – ૧. સ્વજન કે પરજનના અજાણપણામાં કરેલા નાના ગુન્હા માટે ખૂબ કોપ(ગુસ્સો) કરવો, ખૂબ દૂર દંડ દેવો. ૨. વારંવાર વિવિધ પ્રકારે દંડ દેવો. ૩. આરોપી દ્વારા નિર્દોષતા પ્રમાણિત કરવા છતાં પણ તેને જાણવાની, સમજવાની તૈયારી ન રાખવી, સમજમાં આવ્યા છતાંયે સ્વીકાર કરવા તૈયાર ન થવું. ૪. આરોપી દ્વારા ક્ષમા માગી લીધા પછી પણ અને જીવનમાં સુધારો લાવ્યા બાદ પણ જીવે ત્યાં સુધી તેના તરફ શત્રતા રાખવી. (આલંબન અને અનુપ્રેક્ષા ની પ્રેરણા ફક્ત સુધ્યાન માટે જ હોય છે.) ધર્મ ધ્યાનના ભેદ(પાયા) - ૧. તીર્થકર દેવોની આજ્ઞાનું, સંવર-નિર્જરા ધર્મ આદરવાનું ધ્યાન કરે, અનાજ્ઞાનું, આશ્રવને અટકાવવા(વિરમણ)નું ધ્યાન કરે. ૨. આજ્ઞા પાલનથી આ ભવના સુખ–શાંતિ, આદર આદિનો લાભ તથા ધર્મ, કર્મ નિર્જરાના લાભનું ચિંતન કરે, આજ્ઞા-પાલન ન કરવાથી આ લોકના દુઃખ, અશાંતિ, અનાદર આદિનું તથા કર્મબંધ અને કર્મ–ગુરુતાનું ધ્યાન કરે. ૩. આજ્ઞા પાલનથી પરભવના પુણ્ય ફળ તથા નિર્જરાનું ચિંતન કરે, તથા આજ્ઞા વિરાધનાથી પરભવના પાપ-ફળ તથા કર્મબંધનું ચિંતન કરે. ૪. આજ્ઞા પાલનથી લોકાગ્ર, લોક મસ્તક, સિદ્ધશિલા પર સિદ્ધત્વ પ્રાપ્તિ અને અનુત્તર, અવ્યાબાધ સુખનું ચિંતન કરે તથા આજ્ઞા વિરાધનાથી ચૌદ રાજ પરિમાણ ઉર્ધ્વ, અધો. તિર્યક લોકમાં ચાર ગતિ ચોવીસ દંડક ચોરાસી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ, દારુણ દુઃખ, દુઃખ પરંપરા અનુબંધનો વિચાર કરે. ધર્મ ધ્યાનના ચાર લક્ષણ(ચિન્હ) – ૧.દેવ, ગુરુ, શાસ્ત્રની આજ્ઞા, આદેશ, અનુશાસનમાં તથા તદ્દનુસાર ક્રિયામાં રુચિ, ૨. વિધિ, ઉપદેશ, બોધ, સમજણ તથા તેનાથી ક્રિયા ધર્મમાં રુચિ, ૩. સૂત્ર સિદ્ધાંતનું શ્રવણ, વાંચન, અધ્યયન અને કંઠસ્થ કરવું, સ્વાધ્યાય આદિમાં રુચિ. ૪. નિસર્ગ રુચિ–ઉપરના ત્રણે કારણો વિના ક્ષયોપશમ સ્વભાવથી જ દશ્ય પદાર્થની અનુપ્રેક્ષા, જાતિસ્મરણ જ્ઞાન કે અવધિજ્ઞાનથી રુચિ. ધર્મ ધ્યાનના ચાર આલંબન – ૧. ગુરુ-શિષ્ય કે સાધર્મિક સાથે વાચના લેવી-દેવી, સાંભળવી-સંભળાવવી; શીખવું-શીખવાડવું. ૨. જિજ્ઞાસા, સ્પષ્ટતા, પરીક્ષા આદિ હેતુથી પ્રશ્ન પૂછવા, ઉત્તર દેવા, વાદ-સંવાદ કરવો અને પ્રશ્નોત્તર, સંવાદ સાંભળવો. ૩. સ્વાધ્યાય કરવો, કરાવવો, સાંભળવો, પુનરાવંતન કરવું, પાઠ પાકા કરવા. ૪. ધર્મકથા કહેવી, સાંભળવી, શિક્ષા, બોધ, ઉપદેશ, આજ્ઞા કરવી કે સાંભળવી. ધર્મ ધ્યાનની ચાર અનપેક્ષા :- (૧)એકત્વની અનુપ્રેક્ષા– સંસારમાં જીવ, કુટુંબ જાતિ સમાજ આદિમાં અનેકરૂપે હોવા છતાંયજીવ એકલો જ છે, એકલો જ પૂર્વ ભવથી આવ્યો છે, આગામી ભવમાં એકલો જ જવાનો છે. કર્મ બાંધવામાં, સંચિત્ત કરવામાં, ઉદીરણા કરવામાં, ભોગવવામાં, નિર્જરામાં આત્મા એકલો જ મુખ્ય કારક છે, બીજા બધા ઉપકારક યા સહકારક છે. (૨) અનિત્ય ભાવના– જીવથી જીવનો, પુદ્ગલથી પુગલનો, જીવથી પુદ્ગલનો સંયોગ-સંબંધ અનિત્ય છે, કારણ કે વિયોગ અવયંભાવી છે. જેમ જીવ અને શરીરનો જન્મ-સંયોગ છે તો મૃત્યુ—વિયોગ નિશ્ચિત છે. લગ્ન પછી વૈધવ્ય-વિધુરત્વ અનિવાર્ય છે. સંઘાતથી સ્કંધ બન્યા બાદ ભેદથી પરમાણુ દશા અવશ્ય આવે છે. (૩) અશરણ ભાવના– જ્યાં સુધી પુણ્યોદય છે ત્યાં સુધી શરીર, પરિવાર, ધન આદિ શરણતભૂત દેખાય છે પરંતુ નિકાચિત્ત પાપોદય થતાં દારુણ કર્મવિપાકને ભોગવવા જ પડે છે. કોઈ પણ તેનાથી બચાવવા સમર્થ નથી. તેને કોઈ લઈ પણ શકતા નથી, તેનો અંશ પણ લઈ શકતા નથી, તેને ઓછાં પણ કરી શકતા નથી, અરે ‘ઓછા થઈ જશે' એવું આશ્વાસન પણ આપી શકતા નથી. (૪) સંસાર ભાવના- જે આજે માતા છે તે પુત્રી, પત્ની, ભગિની, પુત્રવધૂ બની જાય છે, જે આજે પિતા છે તે પુત્ર, ભાઈ, પતિ, જમાઈ બની જાય છે. આ રીતે અનુકૂળ સંબંધ પણ પરિવર્તનશીલ છે તથા શત્રુ, શોષક, હત્યારા, વિશ્વાસઘાતી પણ બની જાય છે, આ પ્રતિકૂળ સંબંધ પણ પરિવર્તનશીલ છે. અનુકૂળ પ્રતિકૂળમાં તથા પ્રતિકૂળ અનુકૂળમાં આમ પણ પરિવર્તન ચાલુ રહે છે. કોઈ આગામી ભવમાં તો કોઈ આ જ ભવમાં પરિવર્તિત થઈ જાય છે. શુક્લ ધ્યાનના ચાર ભેદ(પાયા) :- ૧. ધર્મ ધ્યાનની સૂક્ષ્મતા વધારતાં– વધારતાં શ્રુતજ્ઞાનના શબ્દથી અર્થમાં ચા અર્થથી શબ્દમાં સંક્રાંત થવું, શ્રત નિર્દિષ્ટ દ્રવ્યથી ગુણમાં, ગુણથી પર્યાયમાં, પર્યાયથી દ્રવ્યમાં કોઈ પણ વિકલ્પથી સંક્રાંત થવું પરંતુ અન્ય વિષયોમાં ન જવું, તે જ વિષયોમાં એકાગ્ર થવું. ૨. શ્રુતજ્ઞાનના શબ્દ યા અર્થમાં, દ્રવ્ય ગુણ યા પર્યાયમાં સંક્રાંત થયા વિના કોઈ એકમાં જ એકાગ્ર થવું. આ જ રીતે મન, વચન, કાયાથી પણ સંક્રાંત થયા વિના એકાગ્ર થવું. ૩. તેરમાં ગુણસ્થાનથી ચૌદમાં Page #257 -------------------------------------------------------------------------- ________________ 257 jainology આગમસાર ગુણસ્થાનમાં આરૂઢ થવા માટે બાદર મન, વચન, કાયાના યોગને નિરોધવા. ૪. સૂક્ષ્મ મન, વચન, કાય યોગનો પણ વિરોધ કરવો, નિરોધ કરીને ચૌદમા ગુણસ્થાનમાં મેરુપર્વતની જેમ સર્વથા અચલ અડોલ થવું,આત્મપ્રદેશોનું પણ ઉત્કલન ન રહેવું,સ્થિર થઈ જવું શક્ત ધ્યાનના ચાર લક્ષણ – ૧. પ્રખર–પરમ અશાતા કારક, પ્રખર વેદનીય કર્મોદય તથા મરણ આવવા છતાં ય પણ વ્યથિત ન થવું. ૨. પ્રબળ, ચરમ મોહકારક અપ્સરાદિના વિલાસ, કટાક્ષ, આમંત્રણ, આલિંગન આદિમાં પણ મોહ પ્રાપ્ત ન કરવો. ૩. જીવ અને શરીરમાં પૃથક્કરણનો અનુભવ કરવો. ૪. પૃથક્કરણ અનુભવ અનુસાર વિવેકભાવ પ્રાપ્ત કરવો, જાગૃત રહેવું, શરીર મમત્વ આદિનો ત્યાગ કરવો, પૌદ્ગલિક સુખ–દુઃખના સંયોગમાં અખંડ નિર્વેદ ભાવમાં રહેવું. શરીર અને ઉપધિમાં આસક્તિભાવનું વ્યુત્સર્જન થવું. શક્ત ધ્યાનના ચાર આલંબન - ૧. ક્રોધ ઉદીરણા માટે બળવાન કારણ ઉપસ્થિત થવા છતાં પણ અપૂર્વ ક્ષમા ધારણ કરવી. સોમિલ બ્રાહ્મણના પ્રસંગમાં “ગજસુકુમાર'ની સમાન. ૨. લોભ ઉદીરણાનો બળવાન પ્રસંગે ઉપસ્થિત થતાં પણ અપૂર્વ “ લોભ-મુક્ત' થવું. ભવનપતિ દેવો દ્વારા નિદાન કરવાની પ્રાર્થના કરવા છતાં પણ લોભ મુક્ત “તામલી તાપસ વત્. ૩. માયા ઉદીરણાનો બળવાન પ્રસંગે ઉપસ્થિત થવા છતાં પણ સરલતા', નિષ્કપટતા, એકરૂપતા આ ત્રણે યોગ અપનાવવા. મહાબલ દ્વારા માયા કરવા છતાં પણ સરળ મનવાળા છએ મિત્ર રાજર્ષિ સમાન. ૪. માન ઉદીરણાનો બળવાન પ્રસંગે ઉપસ્થિત થવા છતાં પણ “નમ્ર, વિનીત, કોમળ, લઘુ” બનીને રહેવું, ક્ષત્રિય રાજર્ષિ દ્વારા સ્તુતિ કરાવ છતાંય નમ્ર સંયતિ રાજર્ષિવતું. શુક્લ ધ્યાનની ચાર અનુપ્રેક્ષા:- ૧. પ્રત્યેક જીવ બધી યોનિમાં અનંતીવાર પરિભ્રમણ કરી ચૂક્યો છે છતાં પણ મોહના કારણે વિરામની ભાવના નથી આવી. ૨. વિશ્વના બધા પુદ્ગલ પદાર્થ સ્વભાવથી કે પ્રયોગથી શુભથી અશુભમાં અને અશુભથી શુભમાં પરિણત થતા રહે છે તો પછી તેમાં એકાંત રાગ કે એકાંત દ્વેષ શા માટે રાખવો? વીતરાગતાના ભાવમાં જ રહેવું. ૩. આ સંસારના સમસ્ત પ્રવર્તનોમાં દુઃખનો જ અનુભવ કરવો. જેમ કે–(અહો દુષ્પો હુ સંસારો)અર્થાત્ “આ સારો ય સંસાર દુઃખમય છે” એમ ચિંતન કરીને વિરક્ત રહેવું. ૪. દુઃખના મૂળ કારણનું ચિંતન કરવું. જેમ કે સંસાર પરિભ્રમણ અર્થાત્ જન્મ-મરણાદિ દુઃખના મૂળ છે, જન્મમરણનું મૂળ કર્મબંધ છે અને કર્મબંધનું મૂળ વિષયેચ્છા, ભોગેચ્છા, તૃષ્ણા છે તથા તેના મૂળ રાગ, દ્વેષ અર્થાત્ મોહ છે. તેથી મોહ, રાગ, દ્વેષ, ભોગેચ્છા, કર્મબંધ, જન્મ-મરણ આદિ દુ:ખોથી વિરાગી થઈ આત્માનું મોક્ષમાર્ગ તથા મોક્ષ સન્મુખ થવું. આ પ્રમાણે (૧+૨+૪+૪) ઊ (૧૨ ૪૪) ઊ ૪૮ ભેદ-પ્રભેદોથી ચાર ધ્યાનનું વર્ણન થાય છે. આધ્યાત્મિક ધ્યાન ધ્યાન - ચિત્તની અવસ્થાઓનું કોઈ વિષય ઉપર કેન્દ્રિત થવું એ ધ્યાન છે. જૈન પરંપરાઓમાં ધ્યાનના ચાર પ્રકાર છે– ૧. આ ધ્યાન ૨. રૌદ્ર ધ્યાન ૩. ધર્મ ધ્યાન અને ૪. શુક્લ ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન મનની દૂષિત પ્રવૃત્તિઓ છે. સ્વાધ્યાય અને તપની દષ્ટિએ તેનું કોઈ મૂલ નથી. એ બંને ધ્યાન ત્યાજ્ય છે. આધ્યાત્મિક સાધનાની દષ્ટિએ ધર્મધ્યાન અને શુક્લ ધ્યાન એ બંને ધ્યાન મહત્ત્વપૂર્ણ છે. તેની વિચારણા આ પ્રમાણે છે. ધર્મ ધ્યાન:- આનો અર્થ છે ચિત્ત વિશુદ્ધિનો પ્રારંભિક અભ્યાસ. ધર્મ ધ્યાન માટે ચાર વાતો આવશ્યક છે– ૧. આગમ જ્ઞાન ૨. અનાસક્તિ ૩. આત્મ સંયમ અને ૪. મુમુક્ષભાવ. ધર્મ ધ્યાનના ચાર પ્રકાર આ પ્રમાણે છે (૧) આજ્ઞા વિચય– આગમ અનુસાર તત્ત્વ સ્વરૂપ અને કર્તવ્યોનું ચિંતન કરવું. (૨) અપાય વિચય- હેય-ત્યાગવા યોગ્ય શું છે? તેનું ચિંતન કરવું. (૩) વિપાક વિચય- હેયના પરિણામોનું ચિંતન કરવું.(૪) સંસ્થાન વિચય- લોક કે પદાર્થોની આકૃતિઓ, સ્વરૂપોનું ચિંતન કરવું. સંસ્થાન વિજય ધર્મધ્યાન પુનઃ ચાર વિભાગમાં વિભાજિત છે અર્થાત્ સંસ્થાન વિચયના ચાર ભેદ છે. જેમ કે – (અ) પિંડસ્થ ધ્યાન- આ ધ્યાન કોઈ તત્ત્વ વિશેષના સ્વરૂપના ચિંતન ઉપર આધારિત છે. તેની આ પાંચ ધારણાઓ માનવામાં આવી છે– (૧) પાર્થિવી (૨) આગ્નેયી (૩) મારુતી (૪) વારુણી અને (૫) તત્ત્વભૂ. (બ) પદસ્થ ધ્યાન- આ ધ્યાન પવિત્ર મંત્રાક્ષર આદિ પદોનું અવલંબન લઈને કરાય છે. (ક) રૂપસ્થ ધ્યાન- રાગ, દ્વેષ, મોહ આદિ વિકારોથી રહિત અહંત પ્રભુનું ધ્યાન કરવું. (ડ) રૂપાતીત ધ્યાન- નિરાકાર, ચૈતન્યસ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું. શુક્લ ધ્યાન – આ ધર્મ ધ્યાન પછીની સ્થિતિ છે. શુક્લ ધ્યાન દ્વારા મનને શાંત અને નિષ્પકંપ કરી શકાય છે. તેની અંતિમ પરિણતિ મનની સમસ્ત પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ છે. શુક્લ ધ્યાનના ચાર પ્રકાર છે(૧) પથકત્વ વિતર્ક સવિચાર- આ ધ્યાનમાં ધ્યાતા ક્યારેક અર્થન ચિંતન કરતાં કરતાં શબ્દ અને શબ્દનું ચિંતન કરતાં કરતાં અર્થન ચિંતન કરવા લાગી જાય છે. આ ધ્યાનમાં અર્થ, વ્યંજન અને યોગનું સંક્રમણ થયા કરવા છતાં પણ ધ્યેય દ્રવ્ય એક જ રહે છે. (૨) એકત્વ વિતર્ક અવિચારી– અર્થ, વ્યંજન અને યોગના સંક્રમણ રહિત એક પર્યાય વિષયક ધ્યાન " એકત્વશ્રુત અવિચાર" ધ્યાન કહેવાય છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી- મન, વચન અને શરીર વ્યાપારનો નિરોધ થાય અને શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયા શેષ રહે તે સમયે ધ્યાનની આ અવસ્થા પ્રાપ્ત થાય છે. અર્થાત્ યોગ નિરોધ ક્રિયાના પ્રારંભથી અંત સુધી આ ધ્યાન અવસ્થા છે. (૪) સમુચ્છિન્નક્રિયા નિવૃત્તિ- જ્યારે મન, વચન, કાયાની સમસ્ત પ્રવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે, છેલ્લે શ્વાસોશ્વાસની સૂક્ષ્મ ક્રિયાનો પણ નિરોધ થઈ જાય અને કોઈ પણ સૂક્ષ્મ ક્રિયા બાકી રહેતી નથી; તે અવસ્થાને સમુચ્છિન્ન ક્રિયા શુક્લ ધ્યાન કહે છે. આ પ્રમાણે શુક્લ ધ્યાનની પ્રથમ અવસ્થાથી ક્રમશઃ આગળ વધતાં વધતાં અંતિમ અવસ્થામાં સાધક(!) અલ્પ સમયમાં જ કાયિક, વાચિક અને માનસિક બધી પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ કરી અંતમાં સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 258 ધ્યાન સ્વરૂપ વિચારણા પ્રથમ જ્ઞાન પીછે ક્રિયા, યહ જિન મત કા સાર – જ્ઞાન સહિત ક્રિયા કરે, તો ઉતરે ભવ પાર | કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં તેનું સ્વરૂપ સમજવું આવશ્યક છે. દશવૈકાલિક સૂત્ર અધ્યયન-૪, ગાથા-૧૦ માં કહ્યું છે કે અજ્ઞાની પોતાના હિત અને અહિતને કેવી રીતે સમજી શકે? ગ્રામાંતર જવું હોય તો તે ગામનો માર્ગ ક્યો છે? સાથે સાથે બીજા ગામના પણ માર્ગ વચ્ચે-વચ્ચે ક્યા આવે છે? તે પણ જાણકારી કરવી આવશ્યક છે. ગમન કરવા માટે સાચો રાહ પણ હોય છે અને વિપરીત પણ. કોઈ પણ કાર્ય કરવાની સાચી વિધિ પણ હોય છે અને ખોટી વિધિ પણ હોય છે. ખાવાના પદાર્થ સારા પણ હોય છે અને નઠારા પણ હોય છે. બરાબર એ જ પ્રમાણે ધ્યાન પણ બે પ્રકારના છે– ૧. શુભભાવ અને ૨. અશુભભાવ. અશુભ ધ્યાનના બે પ્રકાર છે– ૧. આર્તધ્યાન ૨. રૌદ્ર ધ્યાન. શુભ ધ્યાનના બે પ્રકાર છે- ૧. ધર્મ ધ્યાન ૨. શુક્લ ધ્યાન. આત્માના પરિણામ- અધ્યવસાય પણ બે પ્રકારના હોય છે– ૧. શુભ અધ્યવસાય ૨. અશુભ અધ્યવસાય. આગમમાં કહ્યું છે કે સધ્યાનમાં રહેવાવાળાની શદ્ધિ થાય છે અથવા "ધર્મ ધ્યાનમાં જે રત રહે છે તે ભિક્ષ છે.દિશ. અ. ૮ી ધ્યાનની પરિભાષા:- જો ધર્મ ધ્યાન કે શુભ ધ્યાન હોય છે તો પ્રતિપક્ષી અશુભ ધ્યાન કે અધર્મ ધ્યાનનું અસ્તિત્વ પણ હોય જ છે એ સ્પષ્ટ છે. તેથી ધ્યાનની પરિભાષા તે જ શુદ્ધ હોઈ શકે છે જેમાં અશુભ ધ્યાન અને શુભ ધ્યાન બંનેનો સમાવેશ હોઈ શકે છે અન્યથા તે ધ્યાનની પરિભાષા ન કહી શકાય. જૈન આગમો અને અન્ય ગ્રંથોમાં જ્યાં પણ ધ્યાનના ભેદ બતાવ્યા છે કે ધ્યાનની પરિભાષા આપી છે તેમાં આ અપૂર્ણતા નથી અર્થાત્ તે પરિભાષામાં અને ભેદોમાં શુભ અને અશુભ બંને ધ્યાનોનો પૂર્ણ સમાવેશ હોય છે. કોઈ પણ વસ્તુની પરિભાષા તે પદાર્થના સંપૂર્ણ અવયવોને ગ્રહણ ન કરે તો તેને સાચી પરિભાષા ન કહી શકાય. જેનાગમાનુસાર ધ્યાનના ચાર પ્રકાર છે તેમાં બે આત્મા માટે અહિત કર છે, ત્યાજ્ય છે અને બે હિતકર છે, ગ્રાહ્ય છે. પ્રત્યેક ધ્યાનના આલંબન અને લક્ષણાદિ પણ આગમોમાં બતાવેલા છે. બધા પ્રકારના ધ્યાન અને અધ્યાનના સ્વરૂપને બતાવનારી ધ્યાનની પરિભાષા આવશ્યક નિર્યુક્તિમાં આ પ્રમાણે છે– કોઈ પણ ગાઢ આલંબનમાં લાગેલ અને અકંપમાનસ્થિર ચિત્ત “ધ્યાન' કહેવાય છે. શેષ જે ચિત્તની અવસ્થાઓ છે તે ધ્યાન સ્વરૂપ નથી જેમ કે- ૧. આલંબન રહિત શાંત ચિત્ત ૨. અવ્યક્ત ચિત્ત ૩. ભટકતું ચિત્ત. ધ્યાન જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે અને જે ચલ–અસ્થિર અધ્યવસાય છે તે ચિત્ત છે. જો કે ભાવના સ્વરૂપ, અનુપ્રેક્ષા સ્વરૂપ અને અન્ય કોઈ ચિંતા સ્વરૂપ પણ ધ્યાન હોઈ શકે છે. જ આ બંને ગાથાઓમાં કહેલી પરિભાષાઓમાં શુભ અને અશુભ બંને પ્રકારના ધ્યાનોનો સમાવેશ થઈ જાય છે તથા ધ્યાન સાથે અધ્યાન અવસ્થાનું પણ સ્પષ્ટીકરણ થઈ જાય છે. સાર:- શુભ કે અશુભ જે પણ સ્થિર અધ્યવસાય અવસ્થા છે તે ધ્યાન છે અને જે અસ્થિર–ચંચળ અધ્યવસાય છે તે અધ્યાન અવસ્થા છે. ગાઢ આલંબનયુક્ત અવસ્થા અર્થાત્ કોઈ પણ એક વિષયમાં તલ્લીન અવસ્થા હોય તો ધ્યાન હોઈ શકે છે અને આલંબન રહિત યા મંદ સુસ્ત–શાંત પરિણામ છે, અવ્યક્ત પરિણામ (નિદ્રા આદિના) તથા ભટકતા વિચાર આદિ છે તે કોઈ પણ ધ્યાન નથી, તે આત્માની અધ્યાન અવસ્થા કહેવાય છે. અન્ય અનેક અવસ્થાઓ જે પણ છે તે અધ્યાન રૂપ છે. તેમ આવશ્યક નિયુક્તિ ગાથા ૧૪૮૧–૧૪૮૨માં બતાવ્યું છે. અધ્યાન :- પ્રચલા-ઝબકી જવાની અવસ્થા, ગાઢ નિદ્રાવસ્થા, જાગૃત અવસ્થામાં પણ અવ્યાપારિત(અપ્રવૃત્ત, શાંત, સુસ) ચિત્ત, જન્મતા સમયની અપયોપ્તાવસ્થા, અસંજ્ઞી જીવોના અવ્યક્ત ચિત્ત, મૂચ્છિત અવસ્થા, નશામાં બેભાન અવસ્થા; આ બધી અધ્યાન અવસ્થાઓ છે, આ અવસ્થાઓમાં આત્માનું શુભ કે અશુભ કોઈ પણ ધ્યાન નથી હોતું, શુભાશુભ અધ્યવસાય હોય છે. સંક્ષેપમાંકોઈ પણ વિષયમાં તલ્લીન થવું અને સ્થિર થવું તે જ ધ્યાન છે. ચાર ધ્યાન:- ૧. સુખ-દુઃખના સંયોગ-વિયોગ આદિ વિષયોમાં તલ્લીન અને સ્થિર ચિત્ત આર્તધ્યાન છે. ૨. અન્યનું અહિત કરવા આદિમાં તલ્લીન અને સ્થિર ચિત્ત રીદ્ર ધ્યાન છે. આ બંને આત્મોન્નતિના ધ્યાન નથી. તેથી ધર્મ ધ્યાનની સાધનામાં તેનો સાવધાનીપૂર્વક ત્યાગ કરવામાં આવે છે. ૩. તેના સિવાય આત્મ લક્ષ્યના કોઈ પણ વિષયમાં ચિત્તને તલ્લીન-એકાગ્ર કરવું એ ધર્મ ધ્યાન છે. ૪. તેનાથી આગળ વધીને સૂક્ષ્મ અને સૂક્ષ્મતર વિષયમાં કેન્દ્રિત થવા પર શુક્લ ધ્યાનની પ્રાથમિક અવસ્થા આવે છે. શુક્લ ધ્યાનની આગળની અવસ્થા કેવલજ્ઞાન પ્રાપ્તિના સમયે અને કેવળજ્ઞાન થયા પછી જ હોય છે. તે મોક્ષ પ્રાપ્તિની અમુક ક્ષણો પહેલા હોય છે. તે યોગ નિરોધ અવસ્થા અંતિમ ધ્યાનસ્વરૂપ છે. છદ્મસ્થ અને કેવલીના ધ્યાનનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે. બે પ્રકારે ધ્યાન–માત્ર અંતર્મુહૂર્ત માટે કોઈ પણ એક વસ્તુના વિચારમાં ચિત્ત સ્થિર થઈ જાય તે છઘસ્થોનું ધ્યાન છે. યોગ નિરોધ કરતી વખતે અને યોગ નિરોધ થઈ ગયા બાદ જે આત્મ–અવસ્થા હોય છે તે કેવલીઓનું ધ્યાન છે. અંતર્મુહૂર્ત બાદ છદ્મસ્થોમાં વિચાર યા ધ્યાન બદલી જાય છે. વિચલિત થઈ જાય છે. ઘણી વસ્તુઓના આલંબનની અપેક્ષાએ વિષયાંતરની અપેક્ષાએ ધ્યાન લાંબા સમય સુધી પણ રહી શકે છે.-ધ્યાન શતક, ગાથા-૪) છઘસ્થોનું ધ્યાન શુભ-અશુભ બંને પ્રકારનું હોઈ શકે છે અને અધ્યાન અવસ્થા પણ ઘણા સમય સુધી રહે છે. કેવલીઓની યોગ નિરોધ અવસ્થામાં શુક્લ ધ્યાન હોય છે. બાકી લાંબી ઉમર સુધી અધ્યાન અવસ્થા હોય. આ પ્રકારે ધ્યાનને સમજીને આત્માને અશુભમાંથી શુભ ધ્યાનમાં તલ્લીન, સ્થિર કરવાથી ધર્મ ધ્યાનની સાધના કરી શકાય છે. આત્માને ધર્મ ધ્યાનમાં તલ્લીન-સ્થિર કરવા માટે આલંબન ભૂત વિષય આ પ્રમાણે સમજવા- ૧. આત્મ સ્વરૂપ, ૨. કર્મ Page #259 -------------------------------------------------------------------------- ________________ jainology 259 આગમસાર સ્વરૂપ, ૩. ભવ ભ્રમણ સ્વરૂપ, ૪. કષાય સ્વરૂપ, ૫. સિદ્ધ સ્વરૂપ, ૬. સ્વદોષ દર્શન, ૭. પરગુણ દર્શન, ૮. સ્વદષ્ટિ પોષણ, ૯. પરદષ્ટિ ત્યાગ, ૧૦. પુદ્ગલાસક્તિ ત્યાગ, ૧૧. એકલાપણાનું ચિંતન- એકવાનુપ્રેક્ષા, તે સિવાય અનિત્યત્વ, અશરણત્વ, અન્યત્વ આદિ ચિંતન તથા જિનભાષિત કોઈ પણ તત્ત્વનું સ્વરૂપ કે જિનાજ્ઞા સ્વરૂપનું ચિંતન. વિષયની પસંદગીમાં એ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે તેમાં શારીરિક, ઇહલૌકિક, સુખસંયોગ, દુઃખવિયોગ, પરના અહિતરૂપ વગેરે અશુભ વિષયો ન હોવા જોઇએ. સાર:- ૧. શુભ ધ્યાન આત્મા માટે હિતકર છે મહાન કર્મ નિર્જરાનું કારણ છે. ૨. અશુભ ધ્યાન કર્મબંધનો હેતુ છે. ૩. ચિત્તની ચંચળ અવસ્થારૂપ "અધ્યાન" પણ અનેક કર્મોની વૃદ્ધિ કરનાર છે. ૪. મનની શાંત-સુખ કે અવ્યક્ત અવસ્થા પણ અધ્યાનરૂપ છે, તેમાં આશ્રવ ઓછો થવા સાથે નિર્જરા પણ ઓછી થાય છે. આ ચારે અવસ્થાઓમાં પહેલી અવસ્થા આત્મોન્નતિમાં વધારે ઉપયોગી છે. એમ સમજીને મહાન નિર્જરાના હેતુરૂપ શુભધ્યાન અર્થાત્ ધર્મધ્યાનમાં આત્માને જોડવાની સાધના કરવી જોઇએ. વર્તમાનમાં પ્રચલિત અનેક પ્રણાલિકાઓથી પ્રાપ્ત અવસ્થાઓ વાસ્તવમાં અધ્યાન રૂપ આત્મ–અવસ્થાઓ છે, એમ ઉપરોકત પ્રમાણ અને વિવેચનથી સમજી શકાય છે. તે ઉપરોકત ચોથી દશા અવસ્થા અર્થાત્ અધ્યાન અવસ્થા છે. તેથી મોક્ષ પ્રાપ્તિની સાધનામાં તે વિશેષ ગતિપ્રદ સાધના બની શકતી નથી. ધ્યાનની સાથે સાચી શ્રદ્ધા – જૈન ધર્મની દષ્ટિએ ધર્મ ધ્યાનની સાધના કરનાર મુમુક્ષુ સમ્યજ્ઞાન અને સમ્યગુ શ્રદ્ધાથી યુક્ત હોવા જોઇએ. તેના વિના સંપૂર્ણ સંયમ અને તપ રાખ ઉપર લીંપણ સમાન થાય છે. જિનવાણી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા સહિત યથાશક્તિ જિનાજ્ઞાનુસાર શ્રાવકના બાર વ્રતરૂપ દેશવિરતિ ધર્મમાં અથવા સંયમ–ચારિત્ર રૂ૫ સર્વવિરતિ ધર્મમાં તેમનો પુરુષાર્થ હોવો જોઇએ. આ બંને પ્રકારના ધર્મ પ્રત્યે શ્રદ્ધા-નિષ્ઠા હોવી જોઈએ. પરંતુ “આ તો ક્રિયાકાંડ છે' આવા શબ્દો કે ભાવોથી આત્મામાં ઉપેક્ષાવૃત્તિ ન હોવી જોઇએ. શ્રાવકોના આગમિક વિશેષણોમાં સર્વ પ્રથમ વિશેષણ “જીવાદિ પદાર્થોના જ્ઞાતા હોવું બતાવેલ છે. સમ્યકત્વના સ્વરૂપમાં પણ જીવાદિ પદાર્થોનું જ્ઞાન અને શ્રદ્ધા આવશ્યક અંગ કહ્યા છે. ધ્યાન એ તપ છે તેની પહેલાં સમ્યગુજ્ઞાન, સમ્યશ્રદ્ધાન અને યથાશક્તિ દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર આવશ્યક છે. આ ત્રણની ઉપસ્થિતિમાં જ તપ અને ધ્યાન આદિ આત્મ-સાધનાના અંગરૂપે બનીને વિકાસ કરાવી શકે છે. તેથી તપ કે ધ્યાનની સાધનામાં અગ્રેસર થનાર સાધકોએ પોતાની સમ્યજ્ઞાન, સમ્યમ્ શ્રદ્ધા અને સમ્યક ચારિત્રની ભૂમિકાને સુરક્ષિત રાખીને આગળ વધવું જોઇએ. સામાન્ય જ્ઞાનવાળા છવસ્થ સાધકોની અપેક્ષા વિશિષ્ટ જ્ઞાનવાળા છવસ્થ જ્ઞાનીઓની વાત વિશેષ પ્રમાણભૂત માનવી, જોઈએ. વિશિષ્ટ જ્ઞાની છઘ0ોની અપેક્ષા સર્વજ્ઞ ભગવંતોની વાત વિશેષ મહત્ત્વની માનવી–સ્વીકારવી જોઈએ. આ નિર્ણય બુદ્ધિ રાખીને શુદ્ધ શ્રદ્ધાની સાથે જ શુદ્ધ આચરણ કરવું જોઇએ. ચારે ધ્યાનના જે લક્ષણ છે, જે આલંબન છે, જે અનુપ્રેક્ષા છે તેમાં વર્તતા જ્યારે સ્થિર અવસ્થા આવે, ત્યારે તે ધ્યાન કહેવાય છે. તેની પૂર્વે સાધક તે ધ્યાનના આલંબનાદિ રૂપ અવસ્થામાં રહે છે. જ્યારે આવી સ્થિર અવસ્થા આવે છે ત્યારે જ તે શુભ યા અશુભ ધ્યાન થાય છે. તેથી શુભ ધ્યાન અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેના આલંબન આદિમાં સ્થિર પરિણામ રાખવાનો અભ્યાસ કરવો, તે જ ધર્મ ધ્યાનની સાધના છે. શાસ્ત્રોક્ત આલંબન રહિત માત્ર શરીરના અંગ કે શ્વાસના આલંબનની સાધના કેવલ અસ્થિર ચિત્તની અસ્થિરતા ઓછી. કરવાનો ઉપાય માત્ર છે. તેનાથી આગળ વધીને ધર્મ તત્ત્વાનુપ્રેક્ષામાં એટલે કે અધ્યવસાયોને અને ચિત્તને સ્થિર રાખી ભગવદજ્ઞામાં, સંસાર કે લોક સ્વરૂપ વગેરેની ભાવનામાં એકાગ્રતા રાખવી તે ધર્મ ધ્યાનની સાધના છે. આવી રીતે સમજપૂર્વક ધર્મ ધ્યાનની સાધના કરવી જ શ્રેયસ્કર છે. અધ્યાન વિચારણા :– સંક્ષેપમાં અધ્યાનના બે પ્રકાર કહ્યા છે– શાંત, સુખ, ચિત્ત અવસ્થા તથા ચંચલચિત્ત અવસ્થા. અન્ય પરિભાષાવાળાઓના ધ્યાનનો સમાવેશ આ અધ્યાન અવસ્થામાં થાય છે. આગમ નિરપેક્ષ થઈ કોઈ તેને પાંચમું ધ્યાન કહે અથવા વાસ્તવિક ધ્યાન આ જ છે અન્ય ચારે અધ્યાન છે એમ કહે તો તેનું કથન બુદ્ધિ કલ્પિત કહેવાશે. તેને જૈનાગમ અથવા જૈનધર્મના ધ્યાનના નામે ઓળખવું– સમજવું તે ભ્રમણા છે. જૈનધર્મનું ધ્યાન જ્ઞાનપૂર્વકનું ધ્યાન છે, તેના ચાર પ્રકાર છે જેમાં શુભ, અશુભ બન્નેનો સમાવેશ છે. આ ચારે ધ્યાન ચિત્તની સ્થિરતા ઉપર આધારિત છે. બે હેય છે તો બે ઉપાદેય છે. ચારેયના ચાર–ચાર લક્ષણ તથા પાયા છે. ધર્મ ધ્યાનના ચાર વિચય-ચિંતનના મુખ્ય વિષય છે, ચાર અનુપ્રેક્ષા(આત્મભાવનાઓ) છે, ચાર આલંબન છે અને ચાર રુચિઓ છે. આ સર્વેય ધ્યાનમાં જવા માટે ઉપયોગી ધર્મ દ્વાર છે. તેમાં પ્રવેશ કરીને કોઈપણ વિષયમાં તલ્લીન થતાં સાધકને ધ્યાન દશા પ્રાપ્ત થાય છે. ચલ–વિચલ અવસ્થામાં તે સાધક ધર્મધ્યાનના આલંબનમાં જ રહે છે, ધ્યાનની અંદર પ્રવેશતા નથી. શાસ્ત્રોક્ત તે સર્વ અવલંબન સ્વાધ્યાય રૂપ તેમજ નિર્જરા રૂપ હોય છે. સાધુઓનું જીવન એ આત્મ સાધના માટે જ હોય છે. તેની દિનચર્ચાના વિષયમાં આગમમાં બતાવ્યું છે કે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરવો અને બીજા પ્રહરમાં ધ્યાન ધરવું. સ્વાધ્યાયના ચાર પ્રહર તથા ધ્યાનના બે પ્રહર કહ્યા છે. ગૌતમસ્વામી આદિ અણગારો આગમોક્ત દિનચર્ચાનું પાલન કરતા હતા. આ પ્રમાણે જૈનાગમ જ્ઞાનપૂર્વક ધ્યાન કરવાનું કહે છે. જ્યારે વર્તમાન ધ્યાન પદ્ધતિવાળાઓ ખાવું– પીવું, સૂવું ઈત્યાદિક શારીરિક કાર્યનો નિષેધ ન કરતાં આગમ સ્વાધ્યાયનો નિષેધ કરે છે. આ આગમ નિરપેક્ષ માનસ વૃત્તિ છે. જ્ઞાનથી ધ્યાનની શુદ્ધિ તથા વૃદ્ધિ થાય છે. કષાયોથી ધ્યાનની વિકૃતિ થાય છે. કષાય બાહ્ય વૃત્તિથી થાય છે. જ્ઞાન અંતર્મુખ જાગૃતિનું કારણ બને છે, તે ધ્યાનનો સહયોગી છે. સ્વાધ્યાયને રાગ-દ્વેષનું મૂળ નથી કહેવાતું. વ્યક્તિગત કોઈના માટે Page #260 -------------------------------------------------------------------------- ________________ 260 આગમસાર–પૂર્વાર્ધ આશ્રવનું સ્થાન પણ નિર્જરારૂપ અને નિર્જરાનું સ્થાન પણ બંધરૂપ થઈ જાય છે, જ્યારે સિદ્ધાન્ત તો જ્ઞાનને સદાય આગળ રાખે છે. માટે ધ્યાનમાં જ્ઞાનનો નિષેધ થઈ શકતો નથી. રાગ-દ્વેષના મૂળભૂત વિષય તો ઇન્દ્રિય વિષય, આશા, તૃષ્ણા અને હિંસા વગેરે પાપ છે, તે બધા ત્યાજ્ય છે પરંતુ સ્વાધ્યાય તો ઉપાદેય તત્ત્વ છે, યથાસમયે વૃદ્ધિ કરવાને યોગ્ય છે, આત્યંતર તપ છે. ધ્યાનને પ્રાપ્ત કરાવવામાં આલંબન રૂપ છે. સંપૂર્ણ સાર:- કોઈ પણ આલંબનમાં સ્થિરતા મેળવતાં ધ્યાન કહેવાય છે તે સિવાય સુપ્તાવસ્થા, ચિત્ત વિહલતા અથવા અવ્યક્ત ચિત્તાવસ્થાને ધ્યાન કહેવામાં નથી આવતું. અશુભ આર્ત-રૌદ્રના ચિંતનોથી નિવૃત્ત થઈ ધર્મ તત્ત્વના ચિંતનમાં આવી, સ્થિર થવાનો અભ્યાસ કરી, સ્થિર થવું, તેને ધર્મધ્યાન કહેવાય છે. ધ્યાનની આસપાસના તત્ત્વો ગપ્તિ - મન, વચન અને કાયાનો નિગ્રહ કરવો, તેમાં પ્રવૃત્તિને અલ્પ, અલ્પતમ કરવી, સહજ આવશ્યક ચિંતન સિવાય અન્ય સંકલ્પોનો નિગ્રહ કરવો, મનને વધુને વધુ વશ કરવું તે મન ગુપ્તિ છે. વચન પ્રયોગ કરવા માટે ઉત્પન્ન થતી ઇચ્છાનો નિગ્રહ કરવો, અત્યન્ત અલ્પ અથવા આવશ્યકતા હોય તો જ બોલવું, તે સિવાય મૌન રહેવું, તેને વચન ગુપ્તિ કહેવાય છે. - કાયાની ચંચલતા, ઇન્દ્રિયોની ચંચલતા, ખાવું-પીવું, ચાલવું, ફરવું મોજ- શોખ કરવા આદિ અનેક પ્રવૃત્તિઓથી ઉદાસીન બની કાર્યોના પ્રવર્તન અલ્પ, અલ્પતમ કરવા તે કાય ગુપ્તિ કહેવાય. સમિતિ:- સમિતિમાં નિગ્રહ કરવાનો નથી. દિવસ-રાતમાં જે આવશ્યક કર્તવ્ય કરવાના હોય તે કરવા છતાં પણ જતના (જયં ચરે જયં ચિટ્ટ) આદિનું અવશ્ય પાલન કરવું. અર્થાત્ દરેક પ્રવૃત્તિ જતનાપૂર્વક કરવી; દરેક કાર્યમાં વિવેક રાખવો; આ રીતે સમિતિમાં નિગ્રહના સ્થાને વિવેક–જનાની મુખ્યતા છે. સ્વાધ્યાય :- આગમ કથિત તત્ત્વોનું અધ્યયન-સ્વાધ્યાય કરવો, કંઠસ્થ કરવું, અર્થ સમજવા, શંકા સમાધાન કરવા, પુનરાવર્તન કરવું, સ્વયં અનુપ્રેક્ષણ કરી અર્થ–પરમાર્થની ઉપલબ્ધિ કરવી, શ્રુત નવનીતને યથાઅવસરે ભવી જીવો સમક્ષ પીરસવું તેવા વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ સ્વાધ્યાયના અંગ છે. ધ્યાન :- (૧) સંયોગ વિયોગના ગાઢતર સંકલ્પ-વિકલ્પ આર્તધ્યાન છે. (૨) બીજાના અનિષ્ટનો સંક્લિષ્ટ સંકલ્પ રૌદ્રધ્યાન છે. (૩) આત્મલક્ષી બાર ભાવનાદિના અનુપ્રેક્ષણ તે ધર્મ ધ્યાન છે. (૪) અત્યંત શુક્લ અને સૂક્ષ્મતમ આત્મ અનુપ્રેક્ષા કરવી, આત્મભાવમાં દઢતાની અવસ્થા પ્રાપ્ત થવી તેને શુક્લ ધ્યાન કહેવાય છે. ધ્યાન અને સ્વાધ્યાય :- જ્ઞાન તથા જ્ઞાનના પરમાર્થનું અનુપ્રેક્ષણ સ્વાધ્યાય છે. સ્વાધ્યાય ધર્મ ધ્યાનનું આલંબન છે પરંતુ ધ્યાન સ્વાધ્યાયના પાંચ પ્રકારથી ભિન્ન તત્ત્વ, ભિન્ન તપ છે. પરંપરાએ વ્યવહારમાં કહેવાતું ધર્મધ્યાન તો ધર્માચરણ માટેનો રૂઢ શબ્દ છે. તેવી જ રીતે બીજા પ્રહરનું આગમ કથિત ધ્યાન પણ તે આગમોના અર્થનું ચિંતન, મનન અને અવગાહન માટે રૂઢ પ્રયોગ છે. કારણ કે બીજા પ્રહરમાં ઉત્કાલિક સૂત્રોનો સ્વાધ્યાય કરવો; ગુરુ પાસે અર્થની વાચના લેવી અને પ્રથમ પ્રહરમાં કરાયેલ સ્વાધ્યાયના અર્થ–પરમાર્થનું અનુપ્રેક્ષણ કરવું ઇત્યાદિ વિધાનોથી પણ તે સ્વાધ્યાય પ્રવૃત્તિ રૂપ ધર્મધ્યાન જ છે, એવું આગમ પાઠોથી તથા સ્વાધ્યાયના કહેવાયેલ પાંચ ભેદોના વર્ણનથી. સ્પષ્ટ થાય છે. તેથી જ ધ્યાનની પોરસીનું બીજું નામ અર્થ પોરસી તેમ અનેક જગ્યાએ કહેવામાં આવ્યું છે. ધ્યાન સ્વતંત્ર છે, સ્વાધ્યાયથી ભિન્ન છે. તેને સ્વાધ્યાયની પરિભાષાથી અને સ્વાધ્યાયના પાંચ ભેદોથી અલગ સમજવું જોઇએ. ધ્યાન તપની અપેક્ષાએ આગમમાં (પુવ્યરત્તા વરત્ત કાલ સમયંસિ ધમ્મ જાગરિયં જાગરમાણે)તથા (જો પુલ્વરત્તાવરરત્ત કાલે, સંપેહએ અપ્પગપ્પણ) આદિ વાક્ય આવ્યા છે. તથા આગમમાં ધ્યાનની અનુપ્રેક્ષાઓ પણ સ્વતંત્ર કહેવામાં આવી છે. તાત્પર્ય એ છે કે પુગલ લક્ષી યા પરલક્ષી અનુપ્રેક્ષણની તલ્લીનતા અશુભ ધ્યાન છે. આત્મલક્ષી, સંયમલક્ષી અનુપ્રેક્ષણની. તલ્લીનતા શુભ ધ્યાન છે તથા તત્તલક્ષી અનુપ્રેક્ષણ સ્વાધ્યાયના ભેદરૂપ અનુપ્રેક્ષા છે. વ્યત્સર્ગ:- મન, વચન અને કાયાની પ્રવૃત્તિને સમયની મર્યાદા કરી વોસિરાવી દેવી; સંઘ સમૂહ અને સંયોગોનો ત્યાગ(શક્ય હોય તેટલો કે સર્વથા ત્યાગ) કરવો વ્યુત્સર્ગ તપ છે. તેમાં કાયોત્સર્ગનો, મૌન વ્રતનો અને એક વસ્તુ યા ક્રિયા પ્રેક્ષણનો (જ્ઞાતા-દષ્ટા ભાવનો) સમાવેશ સમજવો જોઇએ. સ્વાધ્યાય તથા તેના અનુપ્રેક્ષણરૂપ ધ્યાન કલાકો સુધી થઈ શકે છે. વ્યુત્સર્ગરૂપ કાયોત્સર્ગ અને મૌનવ્રત લાંબા સમય સુધી શક્તિ અનુસાર, સ્થિરતા(દઢતા) અનુસાર થઈ શકે છે; પરંતુ ધ્યાન ક્ષણિક હોય છે. તે મિનિટ, બે મિનિટ અથવા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે, તેથી વધુ ન રહી શકે. જાપ અને લોગસ્સ :- જાપ અને લોગસ્સ આદિનું પુનરાવર્તન કરવું તે વ્યુત્સર્ગ પણ નથી. તે પ્રવર્તન આગમ આધારે નથી પણ પરંપરા માત્ર છે. જો કે તે સાધકની માત્ર પ્રાથમિક ભૂમિકા રૂપે સ્વીકારેલ છે. નમસ્કાર અથવા વિનય પ્રવર્તન મર્યાદાથી થાય છે. દા.ત. ગુરુ કે માતા- પિતા આદિને પ્રણામ, ચરણ સ્પર્શ, વંદન યથાસમયે જ થાય છે. તેનું કોઈ રટણ કરે, વારંવાર પ્રણામ કરે તે અનુપયુક્ત છે. ગુણકીર્તન પણ યથા સમયે એક વખત પ્રગટ રૂપે કરવું યોગ્ય છે. વારંવાર કરવું તે આગમ સંમત કે ઉન્નતિશીલ પ્રવર્તન નથી તેમજ ધ્યાન આદિ રૂપ પણ(વાસ્તવમાં) નથી. પરંતુ આ જાપ પ્રવૃત્તિ આશ્રવત્યાગ સાધક છે અને સામાન્ય સાધકોની છે; પ્રાથમિક અવસ્થારૂપ છે; તેમજ સ્વાધ્યાય આદિ કરવાની યોગ્યતા રહિત વ્યક્તિ માટે આલંબનરૂપ છે. સર્વથા ત્યાજ્ય નથી અને સદાને માટે તેમાં જ રોકાઈ જવાય નહીં. યથાશક્ય સ્વાધ્યાય અને ધ્યાનની વૃદ્ધિ કરવામાં પ્રયત્નશીલ બનવું જોઇએ. Page #261 -------------------------------------------------------------------------- ________________ jainology | 261 આગમસાર ધ્યાનાદિના આસન :– સામાન્ય સાધુઓનો અધિક સમય સ્વાધ્યાય અને તેના અનુપ્રેક્ષણરૂપ જ્ઞાનઘ્યાનમાં વ્યતીત થાય છે. છદ્મસ્થ તીર્થંકર, જિનકલ્પી અને પ્રતિમાધારી આદિ શ્રમણો અધિક સમય વ્યુત્સર્ગમાં પસાર કરે છે. કાયોત્સર્ગ વ્યુત્સર્ગનું જ અંગ છે. તે વિધિથી તો ઊભા—ઊભા જ કરવામાં આવે છે. અપવાદમા બેઠા કે સૂતાં પણ કરાય છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણરૂપ ધ્યાન ઉત્કટુક આસનથી(ખમાસમણા દેવાના આસને) કરવું તે મુખ્ય વિધિ છે. શેષ સામાન્ય વિધિના આસન છે. ધ્યાન પદ્માસન, પર્યંકાસન, સુખાસન, ઉત્કટુકાસન આદિ આસનથી કરી શકાય છે. સ્વાઘ્યાય વિનયયુક્ત કોઈપણ આસનથી કરી શકાય છે. કાયોત્સર્ગ શબ્દ કાયાની મુખ્યતાથી કહેવામાં આવેલ છે તોપણ ત્રણે યોગોનો શક્ય વ્યુત્સર્ગ કરવો એમાં અન્તર્ભાવિત સમજવો જોઇએ. એક તપમાં બીજું તપ :– કોઈ પણ તપની સાથે અન્ય તપ કરવાનો નિષેધ નથી. દા.ત. સ્વાધ્યાય કરતાં–કરતાં આત્મ ધ્યાનમાં લીન થઈ શકાય છે અથવા કાઉસગ્ગમાં સ્વાધ્યાયનું ચિંતન કરી શકાય છે. એકનું અસ્તિત્વ અને નિરૂપણ બીજામાં એકમેક ન કરવું અને એકના અભાવમાં બીજાનો નિષેધ પણ ન કરવો. દા.ત. ઉપવાસમાં પૌષધ થઈ શકે છે. પણ પૌષધ વિના ઉપવાસ નથી થતો, આ નિષેધ અનુચિત્ત છે. તેમજ ઉપાવસ વિના,પૌષધ નથી થતો તે નિષેધ પણ આગમ વિરુદ્ધ છે. આહાર ત્યાગ પણ એક વ્રત પ્રત્યાખ્યાન તપ છે. તો સાવઘયોગ ત્યાગ પણ વ્રત છે. બંને સાથે થઈ શકે છે. તેમના મહત્ત્વ અને નામ જુદા જુદા છે. એકાંત આગ્રહ રાખવો જિનમાર્ગ વિરુદ્ધ છે. જે સાધકને જે રુચિ, યોગ્યતા અને અવસર હોય તે એક યા અનેક ધર્મક્રિયા કે તપ આદિ સાથે કે જુદા-જુદા કરી શકે છે. કોઈ સાધક ઉચ્ચ કક્ષાની સાધના કરે છે તો કોઈ અન્ય કક્ષાની, પણ શ્રદ્ધા અને શાન શુદ્ધ છે, તો કોઈ પણ કક્ષાની આગમોક્ત ક્રિયાને એકાંત દષ્ટિકોણથી ખરાબ યા ખોટી કહેવી કે સમજવી યોગ્ય નથી. સમન્વયદૃષ્ટિથી કે આગમના અનુપ્રેક્ષણથી કોઈપણ વ્યક્તિની કે પ્રવૃત્તિની કસોટી મધ્યસ્થતાની સાથે કરવી જોઇએ. પરંપરા યા એકાંતિક દૃષ્ટિથી કોઈની કસોટી કરવી તે સંકુચિત્ત દૃષ્ટિકોણ છે. તેમ કરનાર સ્વઆત્મામાં કે અન્યમાં રાગદ્વેષની વૃદ્ધિ કરવાવાળો બને છે. જેથી સમભાવ અને પરમશાંતિમાં ક્ષતિ થાય છે, વૃદ્ધિ થતી નથી. અન્યની ઉપેક્ષા ન કરવી :– અન્ય ધર્મમાં યોગાભ્યાસ છે તે જૈન ધર્મમાં વ્યુત્સર્જનરૂપ કાઉસગ્ગ તપ કહેલ છે. જે સાધકમાં સમ્યજ્ઞાન, શ્રદ્ધા સુરક્ષિત છે તે સાધક માટે તપ રૂપ યા અનાશ્રવ રૂપ કોઈ પણ ક્રિયા હિતકર સિદ્ધ થઈ શકે છે. તેમાં કોઈને હીન સમજવું અવિવેક કહેવાય. આચારાંગ શ્રુત સ્કંધ—૨, અધ્યયન–૧ માં ભિન્ન પ્રકારની સાત પિંડેષણાઓ કહી છે. તેના અંતમાં કહ્યું છે કે જેને જેમાં સમાધિ ઉપજે તે કરે; પણ એમ ન વિચારે કે ‘હું જ શ્રેષ્ઠ કરી રહ્યો છું, બીજા નહીં', પણ એમ વિચારે કે જેને જેમાં સમાધિ અને રુચિ છે તે તેમ કરે છે, બધા જિનાજ્ઞામાં ઉપસ્થિત છે.’ તેથી જિનાજ્ઞા બહારની કોઈ પણ સાધના અસમ્યક કહી શકાય પરંતુ જિનાજ્ઞામાં રહેતાં કોઈ ગમે તે એક યા અનેક સાધના કરે તેને દોષ દષ્ટિથી જોવું યોગ્ય નથી. તાત્પર્ય કહેવાનું એ છે કે પોતાના સ્થાન ઉપર આયંબિલનું મહત્ત્વ છે તો ઉપવાસનું મહત્ત્વ પણ તેના સ્થાન ઉપર છે. પોતાના સ્થાને સ્વાધ્યાયનું મહત્ત્વ છે તો સેવાનું મહત્ત્વ પણ ઓછું નથી. પોતાના સ્થાને સ્વતંત્ર વિહારી બનવાનું બીજો શ્રમણ મનોરથ છે તો સમૂહની સારણા–વારણા કરવી આચાર્ય માટે શીઘ્ર મોક્ષફળ અપાવનારી બને છે. આગમમાં જિનકલ્પ અને અચેલ ચર્ચા પણ બતાવામાં આવી છે તો વસ્ત્ર યુક્ત સંયમની આરાધના પણ કહી છે. તેથી સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ બધા તપો પોત–પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. તેમને વખોડવા ન જોઇએ; ચાહે પોતાના હોય કે પરાયા. અનિમેષ દૃષ્ટિ વિચારણા :– આગમમાં કાયોત્સર્ગને માટે જે ‘અનિમેષ દૃષ્ટિ યા એક પુદ્ગલ દષ્ટિ' શબ્દનો પ્રયોગ છે તેને ભાવાત્મક પણ સમજી કાયાનો વ્યુત્સર્ગ કરવો છે, તો તેમાં આંખોને બંધ પણ કરી શકાય છે. સામાન્ય સાધકોને આંખો ખુલી રાખવાથી અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે. અંધારી રાત્રે, સ્મશાનમાં કે કોઈ ગુફામાં કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે ઉક્ત અનિમેષ દષ્ટિ શબ્દનો અર્થ– આત્મ દૃષ્ટિને એક વસ્તુ યા એક ક્રિયા ઉપર કેન્દ્રિત કરી શેષનું ભાવથી વ્યુત્સર્જન કરી દેવું તેમ સમજવો. શું ‘રિસર્ચ’ ધ્યાન છે ? :– રિસર્ચરૂપ અધ્યયન પ્રણાલીને સ્વાધ્યાયના અનુપ્રેક્ષણ રૂપ ચોથા વિભાગની કક્ષામાં સમજવી પરંતુ તેની સાથે સમ્યક દર્શન ન હોવાથી તે પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં ગણાતી નથી. નહીં કે ધ્યાન તપના ભેદમાં. પાંચમો આવશ્યક :– પ્રતિક્રમણનો પાંચમો આવશ્યક કાયવ્યુત્સર્જન છે. લોગસ્સનો પાઠ આગમમાં અનેક જગ્યાએ કાઉસગ્ગ પછી બોલવાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તે સ્તુતિ–કીર્તનનો પાઠ છે. કીર્તનને પ્રગટરૂપે બોલવાથી જ ભક્તિ પ્રદર્શિત કરી શકાય છે. કાયોત્સર્ગમાં લોગસ્સ બોલવાનું મૂલ આગમ પ્રમાણ ન હોવાથી અને તર્ક સંગત પણ ન હોવાથી પ્રાથમિક સ્ટેજ માટે બનાવેલી પરંપરા છે એવું સમજવું. સારાંશ :– સારાંશ એ છે કે સમિતિ અલગ છે. ગુપ્તિ અને વ્યુત્સર્ગમાં પણ થોડીક ભિન્નતા છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણમાં તથા ધ્યાનના અનુપ્રેક્ષણમાં પણ ફરક છે. સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ ત્રણે અલગ અલગ દસમું, અગિયારમું તથા બારમું તપ છે. જાપ અને લોગસ્સ આદિનું રટણ પણ એક પ્રાથમિક સ્ટેજ માટે ચાલુ કરાયેલી પરંપરા છે. તેને વિશાળ દષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. વર્તમાનના પ્રેક્ષાધ્યાન આદિ શું છે ? ઉક્ત બધા સ્થળોનો વિચાર કરવાથી નિર્ણય થાય છે કે વર્તમાનમાં પ્રચલિત 'પ્રેક્ષા ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન અને વિપશ્યના ધ્યાન' આદિનો વ્યુત્સર્ગ તપમાં સમાવેશ થાય છે. તેમાં જે ધ્યાન શબ્દ રૂઢ કરી દેવામાં આવ્યો છે તે અશુદ્ધ છે. કારણ કે તે પ્રણાલિકામાં મન, વચન અને કાયાનું વ્યુત્સર્જન જ શીખવાડવામાં આવે છે. સ્વાભાવિક ચાલવાવાળી કાયપ્રવૃત્તિ શ્વાસોચ્છ્વાસ આદિનું પ્રેક્ષણ, Page #262 -------------------------------------------------------------------------- ________________ 262 આગમચાર-પૂર્વાર્ધ આત્મભાવ રૂપ જ્ઞાતા-દષ્ટાની વૃત્તિથી થાય છે. યોગોના ત્યાગને જ અપેક્ષાએ કાયોત્સર્ગ કહ્યો છે. તેથી તેને 'હઠયોગ' પણ કહેવાય છે. આ સંપૂર્ણ પ્રકારના યોગોના ત્યાગરૂપ ધ્યાન વ્યુત્સર્ગ તપ છે. જે પ્રકારે મિથ્યાદષ્ટિના ઉપવાસ, સામાયિક, સંવર આદિ તપ–સંયમ તો કહેવાય પણ સમ્યકદષ્ટિ ન હોવાથી મોક્ષના કારણરૂપ બનતા નથી. માસખમણનું તપ પણ મિથ્યાત્વીનું તપ જ કહેવાય છે પરંતુ તેને મોક્ષનો હેતુ હોતો નથી. તે પ્રમાણે વર્તમાનમાં પ્રચલિત યોગ-વ્યત્સર્જન પ્રવૃત્તિ અધ્યાત છે અથોતું ધ્યાન રહિત અવસ્થા છે. તેની સાથે સમ્યક તત્ત્વજ્ઞાન, આગમશ્રદ્ધા, સમ્યક સંયમ ભાવ હોય તો તે વ્યુત્સર્જન નામનું બારમું તપ છે, મોક્ષના હેતુરૂપ છે, અજ્ઞાન તપ નથી. વર્તમાનકાળના અનેક ધ્યાન કર્તાઓમાં સમ્યક શ્રદ્ધાની શુદ્ધિ હોતી નથી. તેઓ વ્રતોનું યથાશક્તિ પાલન ન કરતાં ઉપેક્ષા ભાવ રાખે છે. તેઓ વ્યુત્સર્જન સિવાયના સ્વાધ્યાય, ધ્યાન આદિ તપોને મહત્ત્વ આપતા નથી, એકાંત વ્યુત્સર્ગ ધ્યાનનો આગ્રહ રાખી, તેને જ વીતરાગતા પ્રાપ્તિનો ઉપાય માને છે અને અન્ય તપનો નિષેધ કરે છે, તે સાધકો મોક્ષમાર્ગની આરાધનામાં ગણાઈ શકાતા નથી. શ્રાવકોમાં કોઈ એક—બે અથવા બાર વ્રતનું પાલન કરે છે. કોઈ અન્ય વ્રત પ્રત્યાખ્યાન લે છે, તેવી રીતે અનેક ભિન્નતાઓમાં પણ અંતે બધા શ્રાવક જ કહેવાય છે. સાધઓમાં પણ કોઈ અધ્યયનમાં રુચિ રાખે છે તો કોઈ અનશન તપમાં વૃદ્ધિ કરે છે. કોઈ ભિક્ષાચરી તો કોઈ વૈયાવચ્ચમાં આનંદમાને છે. કોઈ સ્વાધ્યાયમાં, કોઈ ધ્યાનમાં તો કોઈ વ્યુત્સર્જનમાં સ્થિર થાય છે. બધા પોતાની યોગ્યતા અનુસાર આત્મ સાધના કરે છે. તે બધાના તપ નિર્જરામાં ગણાય છે, તેમાં કોઈ પણ સાધનાને એકાંત વીતરાગ માર્ગ માની અન્યનો નિષેધ કરવો, એ ઉચિત્ત નથી જ. વાસ્તવમાં વર્તમાનની ધ્યાન પ્રણાલી પ્રાયઃ કરીને વ્યુત્સર્ગ તપનું એક વિકૃત રૂપ છે. એના સાધક પ્રાયઃ અન્ય સાધનાઓનું મહત્ત્વ માનતા નથી તથા વ્યુત્સર્ગ તપ તો ઊભા રહીને શરીરના મમત્વ અને સંસારના ત્યાગના સંકલ્પથી થાય છે પરંતુ વર્તમાન પ્રણાલીઓના સાધકોનું ધ્યાન ગમે તે આસનથી થાય છે. શરીરના મમત્વનો ત્યાગ પણ તેમાં આવશ્યક હોતો નથી. કાયોત્સર્ગ તપ શરીર નિરપેક્ષ હોય છે, કિંતુ વર્તમાનના પ્રચલિત ધ્યાન શરીર સાપેક્ષ હોય છે. આ પ્રકારે બન્નેમાં અંતર છે. તેથી આ વર્તમાન ધ્યાન પ્રણાલિકાઓ ધ્યાન નથી પણ અધ્યાન-ધ્યાન રહિત અવસ્થા છે અથ છે, એમ સમજવું જોઇએ. પ્રશ્ન – કાય ફ્લેશ, ધ્યાન તથા વ્યુત્સર્ગ આ ત્રણેને બાર પ્રકારના તપમાં જુદું જુદું સ્થાન આપ્યું છે તો તેમાં શી ભિન્નતા છે ? ઉત્તર:- કાયાને કોઈ પણ આસન પર સ્થિર ર્યા પછી ઉત્પન્ન થતી અશાતાવેદનાને દીનતા, ભય આદિથી રહિત બની સહન કરવું તે કાય ક્લેશ તપ છે. વાયુ વિનાના સ્થાનમાં જેમ દીપકની શિખા સ્થિર રહે છે તેમ મનને સ્થિર કરવું તથા સૂર્યના કિરણોને જેમ બહિર્ગોળ કાચમાં કેન્દ્રિત કરવામાં આવે છે તેમ મનને કેન્દ્રિત કરવું ધ્યાન છે. મનની સ્થિરતાની જેમ વચન, કાયાની એકાગ્રતા પણ ધ્યાનનું અંગ છે. ધ્યાન બળથી કાયાની વેદનાને પરાઈ સમજવી, તુચ્છ ઉપરથી મમતા હટાવી તેને નિગ્રેષ્ટ કરવું, તેવી જ રીતે વચન અને મનને પણ ચેષ્ટા રહિત કરવું; એવી આત્મ સ્થિતિનું હોવું અને આત્મસ્થ થઈ જવાના કારણે કાયાની વેદનાનો અહેસાસ ન થવો અથવા મંદ અનુભવ થવો આ ત્રણે યોગોનું શક્ય વ્યુત્સર્જન કરવું તે જ કાયોત્સર્ગ છે. તાર પુન પ્રશ્ન:-નિર્વિકલ્પ ધ્યાનનો સંભવ છે? ઉત્તર – જૈનાગમની દષ્ટિએ આ અશુદ્ધ વાક્ય પદ્ધતિ છે. નિર્વિકલ્પ હોવું કે તેનો અભ્યાસ કરવો તે વ્યુત્સર્ગ તપ છે. જેમાં વચન અને કાયાની સાથે મનનો અર્થાત્ ચિંતનનો ત્યાગ કરવામાં આવે છે. આ રીતે નિર્વિકલ્પ હોવું સંભવ છે. કારણ કે વ્યત્સર્ગ તપ પણ સંભવ છે જ. કોઈ પણ યોગનું અંતર પડી શકે છે. ગાઢ નિદ્રામાં, બેહોશ દશામાં પણ મનોયોગનું અંતર પડે જ છે. આત્મ અધ્યવસાય તો અરૂપી છે. તે સદાય શાશ્વત રહે છે. પણ મન તો પુદ્ગલ પરિણામી અને વિરહ સ્વભાવી છે તેથી નિર્વિકલ્પ સાધનાનો નિષેધ ન કરવો. નિર્વિકલ્પ સાધના ધ્યાન નથી પરંતુ ધ્યાનથી આગળની સાધના છે. ધ્યાન અગિયારમું તપ છે જ્યારે નિર્વિકલ્પ સાધના વ્યુત્સર્ગરૂપ બારમું તપ છે. જેમ જિનમત વિરુદ્ધ તાપસાદિના માસ, બે માસના સંથારા પણ આગમમાં પાદોપગમન સંથારા કહેવાય છે. તેવી જ રીતે જિનમતમાં શ્રદ્ધા ન રાખવાવાળાના ઉપવાસ આદિને તપ, અને વ્યુત્સર્ગ રૂપ નિર્વિકલ્પ સાધનાને વ્યુત્સર્ગ તપ જ કહેવાય છે. પરંતુ જિન વચનોમાં સમ્યગુ શ્રદ્ધાના અભાવમાં તેઓનું તે તપ મોક્ષ સાધનરૂપ અથવા આરાધનારૂપ નથી થતું. કારણ કે સમ્યક્ત વિના, સમસ્ત ક્રિયાઓ અલૂણી છે; પૂર્ણ ફળદાયક નથી થઈ શકતી. ધર્મ ધ્યાનનું ચિંતન [નોંધ:- ગુજરાતમાં કેટલાક સમુદાયોમાં પાંચમા આવશ્યકના કાયોત્સર્ગમાં આ પ્રમાણે ચિંતન કરવામાં આવે છે.] (૧) પહેલો ભેદ–આણા વિચય:- આણા વિચય કહેતાં વીતરાગની આજ્ઞાનો વિચાર ચિંતવવો. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સમકિત સહિત બાર વ્રત, અગિયાર પડિયા, સાધુજીના પાંચ મહાવ્રત, બાર ભિક્ષુની પડિમા, શુભ ધ્યાન, શુભ જોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને છકાય જીવની રક્ષા તેની આરાધના કરવી; તેમાં સમય માત્રનો પ્રમાદ ન કરવો તેમજ ચતુર્વિધ સંઘના ગુણ કીર્તન કરવા; આ ધર્મ ધ્યાનનો પહેલો ભેદ કહ્યો. Page #263 -------------------------------------------------------------------------- ________________ jainologyI 263 આગમસાર (૨) બીજો ભેદ–અવાય વિચય – અવાય વિચય કહેતાં જીવ સંસારમાં દુઃખ શા માટે ભોગવે છે તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગ, અઢાર પાપસ્થાનક અને છકાય જીવની હિંસા; તેનાથી જીવ દુઃખ પામે છે. માટે એને દુઃખનું કારણ જાણી, તેનો ત્યાગ કરી, સંવર માર્ગ આદરવો. જેથી જીવ દુઃખ ન પામે; આ ધર્મ ધ્યાનનો બીજો ભેદ કહ્યો. (૩) ત્રીજો ભેદ-વિવાગ વિચય - વિવાગ વિચય કહેતાં જીવ સંસારમાં સુખ અને દુઃખ ભોગવે છે તે શા થકી, તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે જીવે જેવા રસે કરી પૂર્વે જેવા શભાશભ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ ઉપાર્જન ક્યાં છે તે શભાશભ કર્મના ઉદયથી જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતા થકાં કોઈ ઉપર રાગ-દ્વેષ ન આણી, સમતાભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ સહિત શ્રી જૈન ધર્મને વિષે પ્રવર્તીએ, જેથી નિરાબાધ પરમ સુખને પામીએ; આ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો. (૪) ચોથો ભેદ–સંઠાણ વિચય :- iઠાણ વિચય કહેતાં ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો. ત્રણ લોકના આકારનું સ્વરૂપ સુપઈક(સરાવલા)ને આકારે છે. લોક જીવ અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્ય ભાગે અસંખ્યાત યોજન પ્રમાણ તિરછો લોક છે. તેમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાત વાણવ્યંતરના નગરો છે. અસંખ્યાત જ્યોતિષીના વિમાનો છે. દેવતાઓની રાજધાનીઓ છે, તે તિરછાલોકની મધ્યમાં અઢીદ્વીપ છે. તેમાં જઘન્ય તીર્થકર વીસ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦ અથવા ૧૭૦ હોય. સામાન્ય કેવળી જઘન્ય બે ક્રોડ, ઉત્કૃષ્ટ હોય તો નવ ક્રોડ, સાધુ સાધ્વી જઘન્ય બે હજાર ક્રોડ, ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ હોય છે. તેમને વંદામિ, નમંસામિ, સકારેમિ, સમ્માણેમિ, કલ્યાણ, મંગલ, દેવયં, ચેઈયું, પજુવાસામિ, તેમજ તિરછા લોકમાં અસંખ્યાત શ્રાવક શ્રાવિકાઓ છે તેમના ગુણગ્રામ કરું છું. તિરછા લોકથી અધિક મોટો ઉદ્ગલોક છે. તેમાં બાર દેવલોક, નવ ગ્રેવયેક અને પાંચ અનુત્તર વિમાન છે. તે સર્વના મળીને કુલ ૮૪,૯૭,૦૨૩ વિમાનો છે. તે ઉપર લોકાગ્રે સિદ્ધશિલા છે. ત્યાં સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને વંદામિ નમંસામિ સક્કરેમિ સમ્માણેમિ કલ્યાણ મંગલં દેવયં ચેઈયં પજજુવાસામિ. તે ઉર્ધ્વલોકથી કંઈક અધિક(મોટો) અધોલોક છે. તેમાં સાત નરકના ૮૪ લાખ નરકાવાસા છે. ૭ કરોડ, ૭ર લાખ ભવનપતિના ભવનો છે. એવા ત્રણે લોકના સર્વસ્થાનો સમકિત રહિત કરણી કરીને આ જીવે અનંતી–અવંતી વાર જન્મ મરણ કરી સ્પર્શી મૂક્યા છે. તો પણ આ જીવને જન્મ-મરણનો અંત આવ્યો નથી. એવું જાણી સમક્તિ સહિત શ્રત અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર અમર નિરાબાધ પરમ સુખને પામીએ. આ ધર્મ ધ્યાનનો ચોથો ભેદ કહ્યો. પરિશિષ્ટ–૫: આત્મશાંતિનો સાચો માર્ગ (સોહી ઉજજુય ભૂયસ્સ, ધમ્મો સુદ્ધસ્ટ ચિઠ્ઠઈ .) – ઉત્તરા૦ અ૦૩ ગાથા-૧૧. સરળતા ગુણ યુક્ત આત્માની જ શુદ્ધિ થાય છે અને સરળતા ગુણથી શુદ્ધ બનેલ આત્મામાં જ ધર્મ ટકી શકે છે. સરળતા ગુણની પ્રાપ્તિને માટે અથવા કપટ પ્રપંચથી દૂર રહેવાને માટે નીચે કહેલ વાતોને ધ્યાનમાં રાખવી જોઇએ ૧. હું કપટ જૂઠ કરું છું તેને મારો આત્મા જાણે જ છે ૨. અરિહંત-સિદ્ધ ભગવાન પણ જાણી રહ્યા છે ૩ થઈ રહ્યો છે ૪. પાપ છિપાયા ના છિપે, છિપે ન કર્મ વિપાક, દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ // અર્થાત્ છુપાવેલા પાપનું ફળ વધારે વધીને પ્રગટ થશે આ ભવમાં અથવા પરભવમાં ૫. બચાવ કરીને બીજાઓને ભ્રમમાં રાખવા તે ખરેખર આત્માની સાથે કરેલી, ઠગાઈ છે ૬. કપટ કરી ઇજ્જત અને યશ રાખવો તે પણ એક ભ્રમણા છે. વાસ્તવમાં આત્મા ભારે થઈને બગાડને વધારે પ્રાપ્ત કરે છે ૭. ઉચ્ચ ક્ષયોપશમવાળા બુદ્ધિમાન અનુભવી સાચી વાતને જાણી લે છે ૮. અંદરના અવગુણને ઢાંકવા- વાળો આત્મા અંદરથી ઘણી અશાંતિને પ્રાપ્ત કરે છે. આ પ્રકારનું ચિંતન કરી સરળતાના ગુણને ધારણ કરવો જોઇએ. દષ્ટાંતઃ– તપસ્યાને માટે કરાયેલી માયાએ પણ મલ્લિનાથ ભગવાનના જીવને છેક મિથ્યાત્વમાં ધકેલી દીધો હતો. તેનું ફળ સ્ત્રીપણે ભોગવવું પડ્યું. T કોહો પીઈ પણાસેઈ, માણો વિણય નાસણો – માયા મિરાણિ નાસેઈ, લોહો સવ્ય વિણાસણો ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો વિનાશ કરે છે અને લોભ બધા ગુણોનો નાશ કરે છે. – દશવૈકાલિક અ૦-૮. પોતાની અંદર રહેલાં અનેક અવગુણો અને ગુણોની ખામીઓનું વારંવાર સ્મરણ અથવા ચિંતન કરતા રહેવાથી માનની અલ્પતા રૂપ નમ્રતા અંતરમાં જાગૃત થાય છે. જેનાથી અપમાન, અપશયના પ્રસંગે પણ મનમાં કોઈ જાતની ગ્લાનિ અથવા અશાંતિ થતી નથી. નિંદા અથવા અપયશમાં સાંભળવાની ક્ષમતા વધે છે. તેનાથી ક્રોધને ઉત્પન્ન થવાની જડ નબળી બનતી જાય છે. પોતાના અનેક સદ્ગણોને, સત્કાર્યોને જ વારંવાર સ્મરણમાં રાખવાથી માનની પુષ્ટિ થાય છે. માનની મજબૂતી થતી રહેવાથી તે અશાંતિ કે ક્રોધનું પ્રેરક થાય છે અને તે માન, નિંદા અથવા અપયશ શ્રવણની ક્ષમતાને વધવા દેતો નથી. થોડું અપમાન અથવા અપયશમાં પણ ગ્લાનિ અથવા અશાંતિ સ્કુરિત થાય છે. ક્રોધના મૂળમાં ‘મન’ છુપાયેલું રહે છે, તેથી માનની જડને પુષ્ટ ન કરતાં કમજોર કરતા રહેવું જોઈએ. અનેક ગુણિયલોનું ચિંતન કરીને અંતરમનમાં પોતાના અનેક નાના-મોટા અવગુણોનું સ્મરણ કરતા રહેવું જોઈએ. સાથે-સાથે પોતાને ઘણા પાછળ તેમજ તુચ્છ સમજતા રહેવું જોઈએ. આવા સંસ્કારોને હંમેશાં જાગૃત રાખતા રહેવું જોઈએ. આમ કરવાથી અપમાનને સહન કરવાની ક્ષમતા વૃદ્ધિ પામતી જશે. કોઈના દ્વારા આક્ષેપ થવા પર અથવા ભૂલ કહેવા પર અંતઃકરણથી તેને મહાન ઉપકારી સમજવા જોઇએ. તેઓના વચનોને યોગ્ય રીતે તેમજ શુદ્ધ ભાવોથી ગ્રહણ કરવા જોઇએ. તેમાં પોતાની જ ભૂલ વિચારવી અને કંઈપણ અંશમાં ભૂલ ધ્યાનમાં આવી. Page #264 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 264 જવી જોઇએ, કારણ કે કહેનારા પ્રાયઃ પોતાના સમય શક્તિને નિરર્થક વ્યય કરવારૂપ પાગલ દિમાગવાળા તો નથી હોતા. માટે પોતાના માન– સંસ્કારને અલગ રાખીને વિચારવું જોઇએ. જો કોઈ ભૂલ ધ્યાનમાં ન આવે તો પણ ‘પોતાના ઉપરથી ભાર હટાવી દઉ' આવું વિચારીને કોઈને જવાબ ન દેવો, બચાવ ન કરવો, પરંતુ ભાવ અથવા વચનથી આદર સહિત તેના વચનને સાંભળીને રહી જાવું, જેમ કે– હા ભગવાન! હા જી, ઠીક, સારું, ઘ્યાનમાં રાખવાનો ભાવ, ‘આવું કરવું,’ ‘સારું,’ ધ્યાન રાખ્યું આપે,’ આગળ આવું ધ્યાન રાખવાની કોશિશ કરીશ, ઇત્યાદિ અથવા સ્મિત માત્રથી સાંભળીને સામે વાળી વ્યક્તિને કોઈપણ પ્રકારથી અપમાનિત ન કરવું. જો કહેનાર પુરુષ કંઈ જવાબની આશાથી કહેતો હોય, કોઈ જાણકારી (સ્પષ્ટીકરણ) સાંભળવા ઇચ્છતો હોય તો તેને ઉપકારી, હિતેચ્છુ સમજીને, તેના પર નારાજ ન થતાં, તેના પ્રત્યે પ્રસન્નતાનો ભાવ રાખતાં, તેની વાતનો આદર કરતાં, એવા ઉચિત્ત અને સીમિત શબ્દોમાં કહેવું કે તેને સમજમાં પણ આવી જાય અને તે કોઈપણ પ્રકારના અપમાનનો અનુભવ ન કરે. તે સિવાય તેના કથનને મૂળથી જ ઉખેડી ફેંકી દેવાની કોશિશ થાય તેવા શબ્દોનો પ્રયોગ કરવો જોઇએ નહિ, અન્યથા બંનેને અશાંતિ થવાનો સંભવ રહે છે. જો સામે વાળો જવાબ ન ઇચ્છે અને પોતાને જાણકારી કરાવવી હોય તો ઉપર કહેલ સૂચનાઓને ધ્યાનમાં રાખતાં મર્યાદિત અથવા શાંત શબ્દોમાં જાણકારી આપી શકાય. જો કહેવાવાળી વ્યક્તિનો આત્મા તે સમયે શાંતિમાં ન હોય તો બીજા સમયે અવસર જોઈને એકાંતમાં પ્રેમથી અને આત્મીયતાની સાથે, યોગ્ય શબ્દોથી, નમ્રતાની સાથે કહી શકાય. યોગ્યતા જ ન હોય કે સાંભળવા જ ઇચ્છતો ન હોય તો સંતોષ રાખી તેની ઉપેક્ષા કરી દેવી જોઇએ. માધ્યસ્થ ભાવ રાખીને તે વિષય અથવા કાર્યને બદલી નાખવું જોઇએ અથવા પ્રસન્ન મુદ્રાયુક્ત, ક્ષમાયાચના યુક્ત, અનુનયના શબ્દોથી પોતે અલગ થઈ જવું અથવા તેને અલગ થવાનું કહી દેવું જોઇએ, પરંતુ જરાપણ અવિવેક કે આવેશને પ્રગટ થવા દેવો નહિ. તેની શિક્ષા, ઠપકો અથવા આક્ષેપ વચનોને નિરાધાર કરવાને માટે વિસંવાદ કરવો જોઇએ નહીં. કારણ કે તેમ કરવું પોતાની અયોગ્યતા તેમજ અશાંતિનું જ પ્રતીક બને છે. ઉત્તર સાંભળવાની તેની ઇચ્છા હોય તો પોતાનો ભાવ અથવા સ્પષ્ટીકરણ શાંતિથી કહેવું જોઇએ. અન્યથા સાંભળ્યું ન સાંભળ્યું કરી દેવું તે જ પર્યાપ્ત છે. એવું કરવાથી પોતાનું ભવિષ્ય ઉન્નત તેમજ શાંત બને છે. બધાને ખુશ રાખવા અથવા પોતાનો આશય સમજાવી દેવો આવી ઠેકેદારી ક્યારેય પણ ન રાખવી જોઇએ પરંતુ પોતાના વચન વ્યવહારથી કોઈને પણ અપમાનિત અથવા અશાંત ન થવું પડે તેવું ધ્યાન રાખવું તથા એને પોતાનું કર્તવ્ય સમજી લેવું જોઇએ. વ્યક્તિઓમાં ઘણું કરીને ગુણ તેમજ અવગુણ અનેક હોય છે; પરંતુ જેની જે સમયે જેવી દષ્ટિ હોય છે, જેવું પોતાનું ઉપાદાન હોય છે, તથા જેવી પોતાની યોગ્યતા હોય છે તે અનુસાર તેને અનુભવ થઈ શકે છે તેથી દરેક વ્યક્તિના ગુણ સમૂહને પોતાના મગજમાં સંગ્રહિત રાખવાથી તેના પ્રત્યે અશાંતભાવ ઉત્પન્ન થવાનો અવસર જ આવતો નથી. અશાંતિ(ગુસ્સે) થવામાં મુખ્ય બે કારણ થાય છે– ૧. નિંદા આદિ પ્રવૃત્તિઓથી પોતાના માનનો ભંગ થવા પર, ૨. બીજાઓની ભૂલના ચિંતનનો વેગ મગજમાં વધી જવા ૫૨. સમાધાન ઉપાય :– (૧) પોતાની ભૂલો અથવા અવગુણોના સમૂહને સ્મરણમાં રાખતો થકો અંતઃકરણમાં ૨હેલ માનસંજ્ઞાને મરેલી જેવી પ્રાયઃ નાબૂદ કરી રાખવી તથા પોતાનાથી વધારે ગુણોવાળાને યાદ રાખીને પોતાને અત્યંત નાના માનતા રહેવું જોઇએ. (૨) બીજાઓના (સંપર્કમાં આવવા વાળાના) ગુણ સમૂહથી પોતાના મગજને સ્વસ્થ રાખવું અને બીજાઓની ભૂલોને પોતાના મગજમાં રાખવી જ નહિ. જોયેલા, સાંભળેલા બધાને ન જોયા, ન સાંભળ્યા કરી દેવા. ઉપેક્ષાના ચિંતનોને ઉપસ્થિત રાખવા. જેમ કે— અલગ–અલગ ક્ષયોપશમ હોય છે, જુદો જુદો સ્વભાવ અને વિવેક હોય છે, સંસારના ભોળા પ્રાણીઓથી શું શું સંભવ નથી ? જેની જેવી ભવિતવ્યતા, મારે કોઈના પણ કઠોર વ્યવહારથી પોતાના આત્માને ભારે બનાવવો નથી. (ગિરિ સર દીસે મુકુરમાં, ભાર ભીજવો નાય) અરીસામાં પહાડનું પ્રતિબિંબ આવે કે સમુદ્રનું, તે તેનાથી ભારે અથવા ભીનો થતો નથી. એવી રીતે મારે સાવધાન રહેવું છે. બીજાઓની ભૂલને વિચારવામાં તેમજ ચર્ચા વાર્તા કરવામાં કોઈપણ ફાયદો, શાંતિ, સમાધિ, ઉન્નતિનો સંભવ નથી; ઇત્યાદિ આ રીતે બીજાઓના ભૂલ રૂપી કચરાને જલ્દીથી એક બાજુ અલગ કરી દેવો અને પોતાની નાની એવી ખામીને શોધીને સાવધાન રહેવું અને વિચારવું કે ઉપાદાન કારણ તો કંઈ પણ વ્યવહારથી મેં જ બગાડ્યું હશે, તેને જ શોધવું કે વિચારવું જોઇએ; સાથે જ ગંભીર તથા શાંત રહેવું જોઇએ. પોતાની પ્રસન્નતાને ક્યારેય પણ ગુમાવવી જોઇએ નહીં, અશાંત બનાવવી જોઇએ નહીં, તે જ પોતાની સમસ્ત સાધનાનો સાર છે. જ્ઞાની વ્યક્તિ અવગુણોથી દૂર રહીને પોતાની રક્ષા કરે છે. પોતાની રક્ષાની સાથે બીજાને પણ અવગુણો, કર્મબંધનોથી બચાવી શકે છે. જ્ઞાની ક્યારેય પણ અસમાધિ, સંક્લેશ કે માનસિક દુઃખનો અનુભવ કરતા નથી. હંમેશાં શાંત, પ્રસન્ન તેમજ ગંભીર રહે છે. ચંદન વૃક્ષ તો સુગંધથી ભરેલુ હોય છે, કાપવા છતાં પણ સુગંધ આપે છે. કોઈ દ્વેષથી કાપે તો પણ તે જ વ્યવહાર રાખે છે. તેવી જ રીતે જ્ઞાની આત્મા હંમેશાં શાંતિ–શાંતિ જ પ્રસરાવે છે, અશાંતિ અપ્રસન્નતા તેનામાં હોવી જ ન જોઇએ, ત્યારે જ જ્ઞાનાદિ સાધનાઓની સાચી સફળતા છે. જે કોઈ જ્ઞાની થઈને પણ અશાંત અથવા અસમાધિમાં રહેતા હોય છે, તો તેની જ્ઞાન આરાધના વાસ્તવમાં સફળ નથી; વિધિથી પ્રાપ્ત નથી, વિધિથી તેનું આત્મ પરિણમન થયું નથી અથવા તેનો વિધિપૂર્વક ઉપયોગ કરવાની તેને ખબર પડતી નથી. જેમ કૂતરાના ગળામાં રત્નોનો હાર, ગધેડા પર ચંદનનો ભાર, તેને માટે ઉપયોગી થતું નથી, ઉલટું(ઊંધું) ગ્રહણ કરેલું શસ્ત્ર પોતાનેજ અહિતકર થઈ જાય છે; તેવી રીતે તેનું જ્ઞાન તેને લાભદાયક ન થતાં નુકસાનકારી પણ થઈ જાય છે, માન અને અશાંતિને વધારનાર થઈ જાય છે. માટે પોતાને સુપાત્ર બનાવીને સમાધિમય, શાંત તેમજ પ્રસન્ન જ રહેવું જોઇએ, પરંતુ પોતે અપાત્ર જ્ઞાનીની ગણતરીમાં ન આવે, એનું ધ્યાન રાખવું જોઇએ. ઉત્તરા૦ અ૦ ૨૯માં કહ્યું છે કે શ્રુતજ્ઞાનની આરાધના કરવાવાળા ક્યારેય પણ સંક્લેશને પામતા નથી. Page #265 -------------------------------------------------------------------------- ________________ jainology | 265 આગમસાર વિનય(નમ્રતા) જૈનશાસનનું મૂળ છે. વિનય જ મોક્ષ સુધી પહોંચાડે છે વિનય સહિત ક્રિયા જ ધર્મ તેમજ તપની ગણતરીમાં હોય છે. વિનય રહિત આત્માને કોઈ તપ અથવા ધર્મની પ્રાપ્તિ થવી સંભવ નથી. દશવૈકાલિક સૂત્ર. અ૦–૯ અર્થ :– કોઈના દ્વારા કોઈ પ્રકારની શિક્ષા, ઠપકો, પ્રેરણા અથવા ભૂલ અવગુણ બતાવવા પર તેને સાંભળીને જે ગુસ્સો કરે છે, સામેની વ્યક્તિથી નારાજ થાય છે, તેને અપમાનિત કરે છે અને પોતે અસમાધિ પ્રાપ્ત કરે છે. તે વ્યક્તિ જાણે ઘરમાં આવતી લક્ષ્મીને ડંડા મારીને જોરથી બહાર ધકેલે છે. ક્યારેય પણ કોઈ સમયે પોતાની શાંતિનો ભંગ થવાનો આભાસ થાય તો પોતે પોતાના આત્માનું, પ્રકૃતિનું, વિચારોનું દમન કરવું જોઇએ. બીજા ઉપર આદેશ, હુકમ, માસ્ટરી કરવામાં શાંતિનો સંભવ નથી. કહ્યું પણ છે— અપ્પા ચેવ દમેયલ્વો અપ્પા દંતો સુહી હોઈ, અસ્સુિં લોએ પરત્થ ય। આત્માનું જ દમન કરવું જોઇએ. આત્માનું દમન કરનારા આ ભવ અને પરભવમાં સુખી થાય છે.[ઉત્તરા૦ અ૦ ૧] તેથી પોતાના સ્વભાવનું, ક્ષમતાનું, પરિવર્તન, પરિવર્ધન કરવું જોઇએ પરંતુ બીજાના સ્વભાવને બદલાવીને આત્મશાંતિ પ્રાપ્ત કરવાને માટે પરેશાન અને અશાંત ન થવું જોઇએ. કહ્યું પણ છે— પર સ્વભાવ કો મોડના ચાહે, અપના ઠસા જમાતા હૈ . યહ ન હુઇ ન હોને કી, ક્યોં નાહક જાન જલાતા હૈ । = માટે પોતાની ઇચ્છાઓનું દમન કરવું, મનમાં ભૂતકાલમાં કરેલા કર્મોનો વિચાર કરવો કે મારા કરેલા કર્મોના પરિણામથી જ આ અવસર ઉત્પન્ન થયો છે; આ પરીક્ષાની ઘડીઓમાં મહાનિર્જરાનો લાભ શાંતિ દ્વારા જ પ્રાપ્ત થશે; બાંધ્યા વિના ભગતે નહીં, બિન ભગત્યાં ન છુટાય' આ રીતે આત્મચિંતન, અથવા આત્મદમનપૂર્વક સંયમના આનંદમાં ૨મણતા કરવી, એકત્વ ભાવના આદિથી આત્માનંદનો અનુભવ કરતા રહેવું જોઇએ. ધગધગતા જાજ્વલ્યમાન અંગારા પણ આત્માનંદને છીનવી શકતા નથી. વિકરાળ રાક્ષસ પણ અશાંતિ કરાવી શકતો નથી, જો પોતાની જ્ઞાન ચિંતન શક્તિ સાવધાન(જાગૃત) હોય તો. નિમિત્ત પ્રાપ્ત થવા પર વાચિક અથવા કાયિક અશુભતારૂપ કચરાના ગ્રાહક બનવું જ ન જોઇએ. પરંતુ એવો વિચાર કરવો કે જેવા તેના અને મારા ઉદયભાવ કે સ્પર્શના છે, તે થઈ રહ્યું છે; હું શા માટે અશાંતિ કારી ચિંતન કરું ? તેનો જેવો સ્વભાવ છે તેવો જ વ્યવહાર કરી શકે છે. (જૈસી જાપે વસ્તુ હૈ, વૈસી હૈ દિખલાય, ઉસકા બુરા ન માનિયે, વો લેન કહા પર જાય ). જો મારે અશુભ કર્મ, અપયશ, અશાતા આદિનો ઉદય છે તો અધૈર્ય, અશાંતિ કરવાની જગ્યાએ, ધૈર્ય તેમજ શાંતિથી જ કામ લેવું લાભકારી થશે. મારે હવે નવા કર્મ બાંધવા નથી. હું પોતાની સાવધાનીને શાંતિમાં મસ્ત રહું. ‘જે જેવું કરશે તેવું ભોગવશે’ હું કેટ–કેટલાની ભૂલ રૂપ કચરાને મગજમાં ભરું ? દરેકના પુણ્ય–પાપ અલગ-અલગ હોય છે, ક્ષયોપશમ પણ જુદા—જુદા હોય છે. પોતાના ઉદયને આધીન થઈને પ્રાણી નવા કર્મ બાંધી રહ્યો છે, તે ક્ષમાને પાત્ર છે, દયાને પાત્ર છે, પોતે જ દુ:ખી થવાનું ભવિષ્ય બનાવી રહ્યો છે. હું તેને કંઈ પણ કહીને વધારે દુ:ખી શા માટે કરું ? મરતા જીવને મારીને હું શા માટે પાપ કર્મનો ભાગી બનું ? એવું વિચારીને તેને માફી આપી દેવી. તેના ભૂલ રૂપી કચરાને પોતાના મગજમાં સ્થાન દેવું જ નહિ, કાઢીને ફેંકી દેવું, ઉપેક્ષા કરીને ભૂલી જવું, સાંભળ્યું, જોયું ન જોયું કરી દેવું. પોતાના ઉપાદાન કર્મને મુખ્ય કરીને, નિમિત્તને ગૌણ કરી શાંતિ–સમાધિને સુરક્ષિત રાખવી. કોઈ પ્રત્યે નારાજી આપણા મગજમાં લાવવી નહિ. કદાચ આવી જાય તો રહેવા દેવી નહિ, કાઢી જ નાખવી. ગુણ–અવગુણ દરેક પ્રાણીમાં હોય છે. હું કોના કોના દોષ જોઉં ? આપણને અશુભ કર્મનો ઉદય હોય તો સારી વ્યક્તિ પણ ખરાબ વ્યવહાર કરી શકે છે, એક વ્યક્તિ અનેકની સાથે મિત્ર જેવા વ્યવહાર કરે છે, તે જ વ્યક્તિ કોઈની સાથે ખરાબ વ્યવહાર પણ કરી શકે છે. મારે આરાધના કરવી હોય તો કોઈના પ્રત્યે પણ નારાજી, અપ્રસન્નતા રાખવી નહિ પણ ક્ષમા આપી દેવી. કોઈ પણ રીતે શીઘ્ર શાંતિ ભાવને ધારણ કરી લેવો અને જો ક્યારેય પણ વચન પ્રયોગ આદિ દ્વારા પોતાની ભૂલ થઈ ગઈ હોય તો ‘અશુભ દશાથી મારી ભૂલ થઈ' આવું સ્વીકારી બીજાના આત્માને શાંતિ પહોંચાડતાં ક્ષમા માંગીને બંનેએ શાંતિ ધારણ કરવી જોઇએ. પોતે વચન અને કાયાથી કંઈ પણ અશુભ ન ર્ક્યુ હોય તો તેને મનથી ક્ષમા આપી દેવી અને પોતે શાંતિ રાખવી એ જ પર્યાપ્ત સમજી લેવું. જો વચન કે કાયાથી પણ અશુભ પ્રવૃત્તિ કરી હોય તો જાગૃતિ આવ્યા પછી પશ્ચાત્તાપ યુક્ત તેનાથી ક્ષમા માગવી એ પણ આરાધના માટે અતિ જરૂરી છે. તેથી ક્ષમા કરવી તથા જરૂર હોય તો ક્ષમા માંગવી, નારાજ ન થતાં પ્રસન્ન રહેવું, દરેક પ્રાણી પ્રત્યે શુભ ભાવ, શુભ વ્યવહાર કરવો, ત્યાં સુધી કે અહિત કરનારને પણ આત્મ હિતૈષી(નિર્જરા નિમિત્તક) માનીને, થઈ શકે તો તેનું પણ હિત અને ઉપકાર કરવો. અપકાર અને અહિત તો ક્યારેય કોઈનું વિચારવું જ નહિ. કોઈના નિમિત્તથી અથવા વગર નિમિત્તે કાયિક અથવા માનસિક કોઈપણ દુ:ખ આવે તો ગભરાવું જોઇએ નહીં. પરંતુ આ રીતે વિચારવું કે (ન મે ચિરં દુખ્ખમિણે ભવિસ્સઈ) મારું આ દુઃખ કાયમ રહેવાવાળું નથી.- દશવૈકાલિક ચૂલિકા-૧. બિચારા કેટલાય પ્રાણી અસંખ્ય વર્ષો સુધી ભયંકર દુઃખ ભોગવી રહ્યા છે. મારું આ દુઃખ તો બહુ થોડું છે. એને તો ધૈર્ય અથવા જ્ઞાન દ્વારા પાર પામી જવું ઘણું સરળ છે. એમાં મુંજાવાની શું જરૂર છે? (''પલિઓવમં ઝિજઝઈ સાગરોવમં, કિ પણ મજજ ઇમં મણો દુ ં ." )દશવૈ૦ ફૂટ−૧. આ રીતે જિનવાણી રૂપી પ્રબલ આલંબન દ્વારા પોતાના આત્માની દુઃખથી રક્ષા કરવી જોઇએ. હંમેશાં સમભાવ રૂપ આત્મ સમાધિમાં રમણ કરતા થકાં સુખનો જ અનુભવ કરવો જોઇએ. –રાઈ માત્ર ઘટ વધ નહીં, દેખ્યા કેવલજ્ઞાન,– આવું વિચારીને આર્તધ્યાનથી દૂર રહેવું જોઇએ અને સ્વાધ્યાય, ધ્યાન આદિ ધર્મધ્યાનમાં જ લીન રહેવું જોઇએ. બીજાઓ દ્વારા અશુદ્ધ વ્યવહાર કરવા પર કે કરવાની સંભાવનામાં દુ:ખી અથવા અશાંત ન થવું. બીજાઓની પ્રકૃતિ–વ્યવહાર કેવોય હોય તો પણ જ્ઞાની તેમજ સાવધાન વ્યક્તિના આત્માનું કંઈ પણ બગાડી શકાતું નથી. જો પોતાને શુભ કર્મોના ઉદય હોય તો કંઈ જ નહી થાય. તેનો વ્યવહાર પણ સારો બની જશે. સુખી રહેવાનો સાચો ઉપાય આત્મદમન જ છે. શાંતિથી સહન કરવામાં નિર્જરા અને પરમ આનંદ પ્રાપ્ત થાય છે. પ્રતિકાર કરવામાં કર્મબંધ અને દુ:ખની પરંપરા વધે છે. કોઈપણ Page #266 -------------------------------------------------------------------------- ________________ 266 આગમસાર–પૂર્વાર્ધ પ્રાણીને આપણી વાણી અથવા કાયાથી દુ:ખ આપવું તે પાપ છે. પોતે શાંત, સહનશીલ, ક્ષમાવાન બનવું એ જ પર્યાપ્ત અથવા હિતકારી છે. “આપ ભલા તો જગ ભલા” તથા “એક હી સાધે સબ સ” અર્થાત્ પોતાના આત્માને શાંતિ રાખવાની અને આત્મદમન કરવાની સાધના શીખી લીધી તો બધી ક્રિયાની સફળતા પોતાની મેળે જ થશે. જ્યારે કોઈક અશુદ્ધ વ્યવહારવાળા દુષ્ટ સ્વભાવના જ હોય, કંઈ પણ સાંભળવું કે સમજવાનું ન ઇચ્છે અથવા સમજવા માટે પૂરેપૂરો અયોગ્ય આત્મા હોય તો તેની ઉપર અપાર કરુણાનો. શ્રોત વહાવીને તેની સાથે થોડો ય પણ અશુદ્ધ વ્યવહાર ન કરવો જોઇએ. જ્યારે ક્યારેક બિલકુલ અબોધ બાળક અથવા પાગલ વ્યક્તિ સામે આવીને ખોટો પ્રલાપ કરે કે આક્ષેપ કરે અથવા કાયાથી કષ્ટ આપે તો તે સમયે આપણને કંઈ અશાંતિ થતી નથી અને આપણે પોતે પોતાનો બચાવ અથવા ઉપેક્ષા કરીને નીકળી જઈએ છીએ. ઠીક એવી જ રીતે ખરાબ સ્વભાવના વ્યક્તિનો પ્રસંગ આવી જવા પર પણ સાંભળ્યું ન સાંભળ્યું કરવું, ઉપેક્ષા કરવી, ગમ ખાવો, શાંત રહેવું, પ્રતિકારની ભાવના ન રાખવી, ક્ષમા કરી તેનાથી નિવૃત્ત થઈ જવું. માધ્યસ્થ અથવા કરુણા ભાવ રાખીને બધુ ભૂલી જવું. તેના પ્રત્યે પણ શુભ વિચાર જ કરવો કે બિચારો અશુભ ઉદયના જોરમાં તણાઈ રહ્યો છે; અજ્ઞાનને કારણે દુઃખી થઈ રહ્યો. છે, તેને શુભકર્મનો ઉદય થાય, સદ્ગદ્ધિ પ્રાપ્ત થાય, પોતાનું હિત વિચારીને શાંત અને સુખી બને; એવા સદ્ભાવો જ પોતાના હૃદયમાં આવવા દેવા. મારે તો અશુભ કર્મનો ઉદય છે જેનાથી હું તેને સમજાવીને સાચા માર્ગ પર લાવી શકતો નથી, આ મારી મજબૂરી છે, લાચારી છે. તોપણ જ્ઞાન દ્વારા મારી રક્ષા તો હું કરી શકું છું. મારે અશાતા વેદનીયનો ઉદય જોરદાર છે અથવા અપયશ નામ કર્મનો ઉદય થવાથી આવો સંયોગ મળ્યો છે. આ પ્રકારે સમભાવ પૂર્વક સિંહ જેવા બનીને સહન કરી લેવું જોઈએ, ક્યારેય પણ શ્વાનવૃત્તિ ન કરવી જોઈએ– કે આણે મારું આવું કર્યું, તેણે એમ કેમ કહી દીધું? એણે મારી નિંદા કરી, ખોટો આક્ષેપ કર્યો, અપમાન કરી દીધું, હું આવું કરી દઉં, હું એમ કરી શકું છું, તેનો ઈલાજ કરી દઉ, ઇત્યાદિ ન વિચારવું, પોતાના જ કર્મોદય મૂળ છે, આવું વિચારવું. તે જ વીતરાગ વાણી મળ્યાનો સાર છે. હંમેશાં પરદષ્ટિ છોડીને સ્વદષ્ટિ રાખવી અને આત્મગુણોનો વિકાસ કરતાં આત્મશાંતિ પ્રાપ્ત કરવી જોઇએ. પરિશિષ્ટ-૧: ઉત્સર્ગ અને અપવાદનું હાર્દ [ઉદ્દેશક–૩ સૂત્ર-૩૯] ઉત્સર્ગ અને અપવાદ બંનેનું લક્ષ્ય છે– જીવનની શુદ્ધિ, આધ્યાત્મિક વિકાસ, સંયમની સુરક્ષા, જ્ઞાનાદિ સગુણોની વૃદ્ધિ. - રાજપથ પર ચાલનારો પથિક કોઈ વિશેષ અડચણ ઉપસ્થિત થતાં રાજમાર્ગનો ત્યાગ કરી પાસેની કેડી પકડી લ્ય છે અને થોડે દૂર ગયા પછી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન દેખાય તો ફરીથી રાજમાર્ગ પર પાછો આવી જાય છે. આ જ વાત ઉત્સર્ગથી અપવાદમાં જવાની અને અપવાદથી ઉત્સર્ગમાં આવવાના સંબંધમાં સમજી લેવી જોઇએ. બંનેનું લક્ષ્ય પ્રગતિ છે, તેથી બંને માર્ગ છે, અમાર્ગ કે ઉન્માર્ગ નથી. બંનેના સમન્વયથી સાધકની સાધના સિદ્ધ અને સમૃદ્ધ થાય છે. ઉત્સર્ગ અને અપવાદ ક્યારે અને ક્યાં સુધી? - પ્રશ્ન મહત્વનો છે. ઉત્સર્ગ એ સાધનાની સામાન્ય વિધિ છે, તેથી તેના પર સાધકને સતત ચાલવું પડે છે. ઉત્સર્ગ છોડી શકાય છે પરંતુ અકારણ નહીં. કોઈ વિશેષ પરિસ્થિતિમાં જ ઉત્સર્ગનો ત્યાગ કરી અપવાદ માર્ગ અપનાવી શકાય છે પરંતુ હંમેશ માટે નહીં. જે સાધક અકારણ ઉત્સર્ગ માર્ગનો પરિત્યાગ કરી દે છે અથવા સામાન્ય કારણ ઉપસ્થિત થવા પર તેને છોડી દે છે, તે સાધક સાચા નથી, તે જિનાજ્ઞાના આરાધક નથી પરંતુ વિરાધક છે. જે વ્યક્તિ અકારણ ઔષધ સેવન કરે છે અથવા રોગ ન હોવા છતાં રોગી હોવાનો અભિનય કરે છે તે ધૂર્ત છે, કર્તવ્ય વિમુખ છે. એવો વ્યક્તિ સ્વયં પથભ્રષ્ટ થઈને સમાજને પણ કલંકિત કરે છે. આ જ દશા તે સાધકોની છે જે સાધારણ કારણથી ઉત્સર્ગ માર્ગનો ત્યાગ કરી દે છે અને અકારણ જ અપવાદ માર્ગનું સેવન કરતા રહે છે. કારણ વશ એક વાર અપવાદ માર્ગના સેવન પછી કારણ સમાપ્ત થવા પર અપવાદનું સતત સેવન કરતા રહે છે. એવા સાધક સ્વયં પથભ્રષ્ટ થઈને સમાજમાં પણ એક અનચિત્ત ઉદાહરણ ઉપસ્થિત કરે છે. એવા સાધકોને કોઈ સિદ્ધાંત હોતા નથી અને તેઓને ઉત્સર્ગ અપવાદની કોઈ સીમા હોતી નથી. તેઓ પોતાની ઇચ્છા પૂર્તિ માટે કે દુર્બળતા છુપાવવા માટે વિહિત અપવાદ માર્ગને બદનામ કરે છે. અપવાદ માર્ગ પણ એક વિશેષ માર્ગ છે. તે પણ સાધકને મોક્ષની તરફ લઈ જાય છે, સંસારની તરફ નહિ. જેવી રીતે ઉત્સર્ગ સંયમ માર્ગ છે તેવી રીતે અપવાદ પણ સંયમ માર્ગ છે, પરંતુ તે અપવાદ વસ્તુતઃ અપવાદ હોવો જોઇએ. અપવાદના પવિત્ર વેશમાં ક્યાંક ભોગાકાંક્ષા(કે કષાયવૃત્તિ) આવી ન જાય એટલા માટે સાધકે સતત સજાગ, જાગૃત અને સક્રિય રહેવાની જરૂરત છે. સાધકની સામે વસ્તુતઃ કોઈ વિકટ પરિસ્થિતિ હોય, બીજા કોઈ સરલ માર્ગની સૂઝ ન પડતી હોય, ફલતઃ અપરિહાર્ય સ્થિતિમાં અપવાદ ઉપસ્થિત થઈ ગયો હોય ત્યારે અપવાદનું સેવન ધર્મ બની જાય છે અને જ્યારે આવેલ તોફાની વાતાવરણ સાફ થઈ જાય, સ્થિતિની વિકટતા ન રહે ત્યારે તેને પુનઃ ઉત્સર્ગ માર્ગ પર આરૂઢ થઈ જવું જોઈએ. આવી સ્થિતિમાં ક્ષણનો વિલંબ પણ સંયમ ઘાતક બને છે. એક વાત આ પણ છે કે જેટલી જરૂરત હોય તેટલું જ અપવાદનું સેવન કરવું જોઇએ. એવું ન થઈ જાય કે જ્યારે આ કરી લીધું તો હવે એમાં શું છે? આ પણ કરી લ્યો. જીવનને નિરંતર એક અપવાદથી બીજા અપવાદ પર શિથિલ ભાવથી ઘસડતું લઈ જવું, અપવાદ નથી. જે લોકોને મર્યાદાનું ભાન નથી, અપવાદની માત્રા અને સીમાનું પરિજ્ઞાન નથી, તેઓનું અપવાદ દ્વારા ઉત્થાન નહિં પરંતુ શતમુખ પતન થાય છે. એક બહુ સુંદર પૌરાણિક દષ્ટાંત છે; તેના પરથી સહજ સમજી શકાય છે કે ઉત્સર્ગ અને અપવાદની પોતાની શું સીમાઓ હોય છે અને તેનું સૂક્ષ્મ વિશ્લેષણ કઈ ઈમાનદારીથી કરવું જોઇએ. Page #267 -------------------------------------------------------------------------- ________________ 267 jainology આગમસાર દષ્ટાંત :- એક વિદ્વાન ઋષિ ક્યાંકથી જઈ રહ્યા હતા. ભૂખ અને તરસથી ખૂબજ વ્યાકુળ હતા. બાર વર્ષનો ભયંકર દુષ્કાળ હતો. રાજાના કેટલાક દરબારીઓ એક જગ્યાએ સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. ઋષિએ ભોજનની માગણી કરી. જવાબ મળ્યો “એ ભોજન તો એઠું છે. ઋષિ બોલ્યા-એઠું છે તો શું છે? પેટ તો ભરવાનું છે. “વિપત્તિકાળે મર્યાદા રહેતી નથી'. ભોજન લીધું ખાધું અને ચાલવા લાગ્યા તો તે લોકોએ પાણી લેવાનું કહ્યું ત્યારે ઋષિએ ઉત્તર આપ્યો, “પાણી એઠું છે, હું તે પી શકું નહીં.” તે લોકોએ કહ્યું- હવે લાગે છે કે “અન પેટમાં જતાં જ બદ્ધિ પાછી આવી ગઈ. ઋષિએ શાંતિથી કહ્યું, “ભાઈઓ તમારે વિચારવું ઠીક છે. પરંતુ મારી એક મર્યાદા છે. ભોજન બીજેથી મળતું ન હતું અને હું ભૂખથી એટલો વ્યાકુળ હતો કે પ્રાણ કંઠે આવી ગયા હતા અને વધુ સહન કરવાની ક્ષમતા સમાપ્ત થઈ ગઈ હતી તેથી મેં એઠું અનાજ અપવાદની સ્થિતિમાં સ્વીકાર કરી લીધું. હવે પાણી તો મારી મર્યાદા અનુસાર અન્યત્ર શુદ્ધ મળી શકે છે. તેથી નકામું એઠું પાણી શા માટે પીઉં?” સંક્ષેપમાં સાર એ જ છે કે જયાં સુધી બની શકે ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવું જોઇએ, જ્યારે એ રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જાય, બીજો કોઈ રસ્તો બચવા માટે ન રહે ત્યારે મોક્ષનો હેતુ સલામત રાખીને અપવાદ માર્ગ પકડવો જોઇએ અને જ્યારે સ્થિતિ સુધરી જાય ત્યારે તરત જ ઉત્સર્ગ માર્ગ પર પાછું આવી જવું જોઇએ. ઉત્સર્ગ માર્ગ સામાન્ય માર્ગ છે. અહીં કોણ ચાલે? કોણ ન ચાલે? એ પ્રશ્નને માટે કોઈ સ્થાન નથી. જ્યાં સુધી શક્તિ રહે, ઉત્સાહ રહે, આપત્તિ કાલમાં પણ કોઈ પ્રકારનો ગ્લાનિ ભાવ ન આવે, ધર્મ અને સંઘ પર કોઈ પ્રકારનો ઉપદ્રવ ન થાય અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની ક્ષતિનો કોઈ વિશેષ પ્રસંગે ઉપસ્થિત ન થાય ત્યાં સુધી ઉત્સર્ગ માર્ગ પર જ ચાલવાનું છે, અપવાદ માર્ગ પર નહીં . અપવાદ માર્ગ પર ક્યારેક, કોઈ, કદાચિત્ત ચાલી શકે છે, તેના પર હર કોઈ સાધક હર કોઈ સમય ચાલી શકતા નથી. જે સંયમશીલ સાધક આચારાંગ સૂત્ર આદિ આચાર સંહિતાનું પૂર્ણ અધ્યયન કરી ચૂક્યા છે, ગીતાર્થ છે, નિશીથ સૂત્ર આદિ છેદ સૂત્રોના સૂક્ષ્મતમ મર્મના પણ જ્ઞાતા છે, ઉત્સર્ગ અપવાદ પદોના પાઠક જ નહીં પરંતુ સ્પષ્ટ અનુભવી છે, તે જ અપવાદના સ્વીકાર કે પરિહારના સંબંધમાં યોગ્ય નિર્ણય આપી શકે છે. તેથી અપવાદિક વિધાન કરનારા સૂત્રોમાં સૂચિત્ત કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આ ઉત્સર્ગ અપવાદના સ્વરૂપ દર્શક વર્ણનના ભાવોને સદા લક્ષ્યમાં રાખવું જોઇએ. પરિશિષ્ટ-૨: પ્રાયશ્ચિત્તના અંગોની વિચારણા [ઉદ્દેશક–૨૦ સૂત્ર-૧-૧૪] ઓગણીશ ઉદ્દેશકમાં કહેલા દોષોનું સેવન ક્ય પછી આલોચકને આલોચના અનુસાર પ્રાયશ્ચિત્ત દેવાના વિભિન્ન વિકલ્પોનું વર્ણન આ ચૌદ સૂત્રોમાં ક્યું છે. આલોચના કરનારા એક પ્રાયશ્ચિત્ત સ્થાનને એકવાર અથવા અનેક વાર તથા અનેક પ્રાયશ્ચિત્ત સ્થાનોને એકવાર કે અનેક વાર સેવન કરીને તે સર્વની એક સાથે પણ આલોચના કરી શકે છે અને ક્યારેક અલગ–અલગ પણ કરી શકે છે. કોઈ આલોચક નિષ્કપટ યથાર્થ આલોચના કરનારા હોય છે અને કોઈ કપટયુક્ત આલોચના કરનારા પણ હોય છે. તેથી એવા આલોચકોને આપવામાં આવતાં પ્રાયશ્ચિત્તની વિધિ અહીંયા કહી છે. ઓગણીશ ઉદ્દેશકમાં માસિક, ચૌમાસી અને તેના ગુરુ કે લઘુ એમ ચાર પ્રકારના પ્રાયશ્ચિત્તનું કથન છે. તથાપિ કોઈ વિશેષ દોષના પ્રાયશ્ચિત્તોમાં પાંચ દિવસ, દસ દિવસની વૃદ્ધિ પણ થાય છે. એટલા માટે સૂત્ર ૧૩-૧૪માં ચાર માસ કે ચાર માસથી અધિક, પાંચ માસ કે પાંચ માસથી અધિક એવું કથન છે, પરંતુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત સ્થાનોની સમાન પાંચમાસી છ માસી પ્રાયશ્ચિત્ત સ્થાનોનો સ્વતંત્ર નિર્દેશ આગમોમાં નથી. પ્રસ્તુત ઉદ્દેશકમાં પણ તેનો માત્ર સંકેત મળે છે. આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એક વાર કે અનેક વાર સેવન કરીને એક સાથે આલોચના કરવાથી પ્રાયશ્ચિત્ત સ્થાન તે જ રહે છે. પરંતુ તપની હીનાધિકતા થઈ જાય છે. જો પ્રાયશ્ચિત્ત સ્થાન અનેક હોય તો તે બધા સ્થાનોના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે અને તે બધા પ્રાયશ્ચિત્ત સ્થાનો અનુસાર યથાયોગ્ય તપ પ્રાયશ્ચિત્ત અપાય છે. સરલ મનથી આલોચના કરવાથી, પ્રાયશ્ચિત્ત સ્થાનને અનુરૂપ પ્રાયશ્ચિત્ત આવે છે અને કોઈ કપટ યુક્ત આલોચના કરે તો કપટની જાણકારી થવા પર આવેલ પ્રાયશ્ચિત્તથી એક માસ અધિક પ્રાયશ્ચિત્ત થાય છે અર્થાત્ કપટ કરવાથી એક ગુરુ માસનું પ્રાયશ્ચિત્ત વધુ આપીને સંયુક્ત કરી દેવાય છે. ૯ પૂર્વથી લઈને ૧૪ પૂર્વ સુધીના શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મનઃ પર્યવજ્ઞાની, કેવળજ્ઞાની; આ આગમ વિહારી સાધુઓ આલોચકના કપટને પોતાના જ્ઞાન દ્વારા જાણી લે છે, તેથી તેઓના સન્મુખ જ આલોચના અને પ્રાયશ્ચિત્ત કરવું જોઇએ. તેઓના અભાવમાં શ્રત વ્યવહારી સાધુ ત્રણ વાર આલોચના સાંભળીને ભાષા તથા ભાવોથી કપટને જાણી શકે છે કારણ કે તે પણ અનુભવી ગીતાર્થ હોય છે. જો કપટ સહિત આલોચના કરનારાનું કપટ જાણી ન શકાય તો તેની શુદ્ધિ થઈ શકતી નથી એટલે, આગમોમાં આલોચના કરનારાની અને સાંભળનારાની યોગ્યતા કહેલ છે તથા આલોચના સંબંધી વિવિધ વર્ણન પણ ક્યું છે. જેમ કે (૧) ઠાણાંગ અ-૧૦માં આલોચના કરનારાને ૧૦ ગુણયુક્ત હોવું અનિવાર્ય કહેલ છે. જેમ કે– (૧) જાતિ સંપન્ન (૨) કુળ સંપન્ન (૩) વિનય સંપન્ન (૪) જ્ઞાન સંપન્ન (૫) દર્શન સંપન્ન (૬) ચારિત્ર સંપન્ન (૭) ક્ષમાવાન (૮) દમિતેન્દ્રિય (૯) અમારી (૧૦) આલોચના કરીને પશ્ચાત્તાપ ન કરનાર. (૨) ઠાણાંગ અ-૧૦માં આલોચના સાંભળનારના ૧૦ ગુણ આ પ્રકારે કહેલ છે.જેમ કે– (૧) આચારવાન (૨) બધા દોષોને સમજી શકનારા (૩) પાંચ વ્યવહારોના ક્રમના જ્ઞાતા (૪) સંકોચ નિવારણમાં કુશળ (૫) આલોચના કરાવવામાં સમર્થ (૬) આલોચનાને કોઈની પાસે પ્રગટ ન કરનારા (૭) યોગ્ય પ્રાયશ્ચિત્ત દેનારા (૮) આલોચના ન કરવાના કે કપટ પૂર્વક આલોચના કરવાના અનિષ્ટ પરિણામ બતાવવામાં સમર્થ (૯) પ્રિય ધર્મી (૧૦) દઢ ધર્મી. Page #268 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 268 ઉત્તર૦ અ૦ ૩૬ ગા. ૨૬૨માં આલોચના સાંભળનારાના ત્રણ ગુણ કહ્યા છે. (૧) આગમોના વિશેષજ્ઞ (૨) સમાધિ ઉત્પન્ન કરાવનારા (૩) ગુણગ્રાહી. (૩) ઠાણાંગ અ−૧૦માં આલોચનાના દસ દોષ આ પ્રમાણે કહેલ છે. જેમ કે– (૧) સેવા આદિથી પ્રસન્ન ર્યા પછી તેમની પાસે આલોચના કરવી (૨) મને પ્રાયશ્ચિત્ત ઓછું આપશો એવી વિનંતી કરીને આલોચના કરવી (૩) બીજાઓ દ્વારા જોવાઈ ગયેલા દોષોની આલોચના કરવી. (૪) મોટા–મોટા દોષોની આલોચના કરવી (૫) નાના—નાના દોષોની આલોચના કરવી (૬) અત્યંત અસ્પષ્ટ બોલવું (૭) અત્યંત જોરથી બોલવું (૮) અનેકોની પાસે એક જ દોષની આલોચના કરવી (૯) અગીતાર્થ પાસે આલોચના કરવી (૧૦) પોતાના સમાન દોષોનું સેવન કરનારાની પાસે આલોચના કરવી. ઉપરોક્ત સ્થાનોનો યોગ્ય વિવેક રાખવાથી જ આલોચના શુદ્ધ થાય છે. જો આલોચના સાંભળનારા યોગ્ય ન મળે તો અનુક્રમથી સ્વગચ્છ, અન્યગચ્છ કે શ્રાવક આદિની પાસે પણ આલોચના કરી શકાય છે. કોઈ યોગ્ય ન મળે તો અંતમાં અરિહંત સિદ્ધોની સાક્ષીએ પણ આલોચના કરવાનું વિધાન વ્યવ. ઉ.૧ માં ર્યું છે. ઠાણાંગ અ−૩ માં કહ્યું છે કે જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધ આરાધના માટે આલોચના પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. દોષોની આલોચના અને પ્રાયશ્ચિત્ત નહીં કરનારા પોતાનો આ લોક અને પરલોક બંને બગાડે છે. તે વિરાધક થઈને અધોગતિનો ભાગી બને છે. આલોચના નહીં કરવાના અનેક કારણોમાં મુખ્ય કારણ અપમાન અને અપયશનું હોય છે,પરંતુ એ વિચારોની અજ્ઞાનદશા છે. આલોચના કરીને શુદ્ધ થનારા આ ભવમાં અને પરભવમાં પૂર્ણ સમાધિને પ્રાપ્ત કરે છે અને આલોચના નહીં કરનારા પોતેજ અંતરમાં ખિન્ન થાય છે અને ઉભયલોકમાં અસમાધિને પ્રાપ્ત કરે છે તેમજ આલોચના ન કરવાથી સશલ્ય મરણથી દીર્ઘસંસારી થાય છે. : જે સાધુ મૂળ ગુણોમાં અથવા ઉત્તર ગુણોમાં એકવાર કે અનેક વાર દોષ સેવીને તેને છુપાવે, લાગેલા દોષોની આલોચના ન કરે અને પ્રાયશ્ચિત્ત ન લે તો ગણનાયક તેને લાગેલા દોષોના સંબંધમાં પૂછે. જો તે અસત્ય બોલે, પોતે—પોતાને નિર્દોષ સિદ્ધ કરે તો દોષનું સેવન કરતા તેને તપાસવા માટે કોઈને નિયુક્ત કરે અને પ્રમાણ પૂર્વક તેના દોષ સેવનનું તેની સામે જ સિદ્ધ કરાવીને પ્રાયશ્ચિત્ત આપે. ઓગણીસ ઉદ્દેશકોમાં એવા માયાવીને અપાય તેવા પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. એ અધ્યયનોમાં ફક્ત સ્વેચ્છાથી આલોચના કરનારાને અપાય તેવા પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. ઉક્ત માયાવી સાધુ લાગેલા દોષોને સરલતાથી સ્વીકાર ન કરે તો તેને ગચ્છમાંથી કાઢી મૂકાય. જો તે લાગેલા દોષોને સરલતાથી સ્વીકાર કરી લ્યે, ગચ્છ પ્રમુખને તેની સરલતા પર વિશ્વાસ થઈ જાય તો તેને નિમ્ન પ્રાયશ્ચિત્ત દઈને ગચ્છમાં રાખી શકાય છે. ૧. જો તેણે અનેકવાર દોષોનું સેવન ન ક્યું હોય. અનેકવાર(મૃષા) ખોટુ બોલીને પોતે પોતાના દોષ ન છુપાવ્યા હોય અને તેના દોષ સેવનની જાણકારી જન સાધારણને ન થઈ હોય તો તેને અલ્પ દીક્ષા છેદનું પ્રાયશ્ચિત દેવું જોઇએ. ૨. જો તેણે વારંવાર બ્રહ્મચર્ય આદિ ભંગ ક્યોં હોય, વારંવાર માયા, મૃષા, ભાષણ ર્યું હોય, તેના વારંવાર બ્રહ્મચર્ય આદિ ભંગની જાણકારી જન સાધારણને થઈ ગઈ હોય તો તેને મૂલ (અર્થાત્ નવી દીક્ષા દેવાનું) પ્રાયશ્ચિત દેવું જોઇએ. ઉત્તરાધ્યયન સૂત્ર અ.–૨૧માં દોષોની આલોચના નિંદા અને ગર્હાનું અત્યંત શુભ અને શ્રેષ્ઠ ફળ કહ્યું છે. ઠાણા અ.-૧૦; ભગવતી શ.-૨૫ ઉ.-૭; ઉવવાઈ સૂત્ર–૩૦ અને ઉત્તરા. અ.-૩૦માં ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત કહ્યા છે. તેમાં આલોચના કરવી પ્રથમ પ્રાયશ્ચિત સ્થાન કહ્યું છે. પ્રાયશ્ચિત :– ચારિત્રના મૂળ ગુણોમાં કે ઉત્તર ગુણોમાં કરાયેલી પ્રતિસેવનાઓનું અર્થાત્ દોષ સેવનનું પ્રાયશ્ચિત કરાય છે. નિશીથ સૂત્રમાં તપ પ્રાયશ્ચિતના ચાર મુખ્ય વિભાગ કહ્યા છે અને ભાષ્યમાં તેની વિસ્તારથી વ્યાખ્યા કરતાં પાંચ દિવસના તપથી લઈને છ માસ સુધીના તપ તથા છેદ, મૂલ,અનવસ્થાપ્ય અને પારાંચિક પ્રાયશ્ચિત સુધીનું કથન ક્યું છે. પ્રતિસેવનાના ભાવો અનુસાર એક જ દોષ સ્થાનના પ્રાયશ્ચિત્તોની વૃદ્ધિ કે હાનિ કરી શકાય છે. ભગવતી શ. ૨૫, ઉ. ૭ અને ઠાણાંગ અ−૧૦માં પ્રતિસેવના દસ પ્રકારની કહી છે. જેમ કે– (૧) અભિમાનથી(દર્પથી, આસક્તિ અને ધૃષ્ટતાથી) (૨) આળસથી (૩) અસાવધાનીથી (૪) ભૂખ–તરસ આદિની આતુરતાથી (૫) સંકટ આવવાથી (s) ક્ષેત્ર આદિની સંકીર્ણતાથી (૭) ભૂલથી (૮) ભયથી (૯) રોષ કે દ્વેષથી (૧૦) શિષ્યાદિની પરીક્ષા માટે. પ્રત્યેક દોષ સેવનની પાછળ એમાંથી કોઈ પણ એક યા અનેક કારણ હોય છે. આ કારણોમાંથી કોઈ કારણે લાગેલા દોષની માત્ર આલોચનાથી જ શુદ્ધિ થઈ શકે છે,તો કોઈની આલોચના અને પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે અને કોઈની તપ,છેદઆદિથી શુદ્ધિ થાયછે દોષ સેવ્યા પછી આત્મ શુદ્ધિના ઇચ્છુક આલોચના કરી પ્રાયશ્ચિત ગ્રહણ કરે છે, જેવી રીતે વસ્ત્રમાં લાગેલ મેલની શુદ્ધિ વસ્ત્ર ધોવાથી થાય છે તેવી રીતે આત્માના સંયમ આદિમાં લાગેલા દોષોની શુદ્ધિ પ્રાયશ્ચિત્તથી થઈ જાય છે. ઉત્તરા અ–૨૬માં કહ્યું છે કે પ્રાયશ્ચિત કરવાથી દોષોની વિશુદ્ધિ થઈ જાય છે. ચારિત્ર નિરતિચાર થઈ જાય છે, તથા સમ્યક્ પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરનારા મોક્ષ માર્ગ અને આચારના આરાધક થાય છે. પરિશિષ્ટ-૩ : દસ પ્રકારનું પ્રાયશ્ચિત્ત ૧. આલોચનાને યોગ્ય ઃ– ક્ષેત્રાદિના કારણે અપવાદિક વ્યવહાર શિષ્ટાચાર પ્રવૃત્તિ આદિની માત્ર આલોચનાથી શુદ્ધિ થાય છે. = ૨. પ્રતિક્રમણને યોગ્ય ઃ– અસાવધાનીથી થનારી અયતનાની શુદ્ધિ માત્ર પ્રતિક્રમણથી અર્થાત્ મિચ્છામિ દુક્કડં થી થાય છે. ૩. તદુભય યોગ્ય ઃ– સમિતિ આદિના અત્યંત અલ્પ દોષોની શુદ્ધિ આલોચના અને પ્રતિક્રમણથી થઈ જાય છે. ૪. વિવેક યોગ્ય :– ભૂલથી ગ્રહણ કરેલા દોષયુક્ત કે અકલ્પનીય આહારાદિને ગ્રહણ કરવાથી અથવા ક્ષેત્ર કાલ સંબંધી આહારની મર્યાદાનું ઉલ્લંઘન થવા પર તેને પરઠી દેવું, તે વિવેક પ્રાયશ્ચિત્ત છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ jainology 269 આગમસાર ૫. વ્યુત્સર્ગને યોગ્ય:- કોઈ સાધારણ ભૂલ થઈ જવા પર નિર્ધારિત શ્વાસોશ્વાસના કાયોત્સર્ગનું પ્રાયશ્ચિત્ત અપાય છે, તે વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. ઉભય કાળ પ્રતિક્રમણમાં પાંચમો આવશ્યક પણ આ પ્રાયશ્ચિત્ત રૂપ છે. ૬. તપને યોગ્ય – મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ લગાડવા પર પુરિમ (દોઢ પોરસી)થી લઈને ૬ માસી તપ સુધીનું પ્રાયશ્ચિત્ત હોય છે. તે બે પ્રકારના છે– (૧) શુદ્ધ તપ (૨) પરિહાર તપ(આહાર–પાણી જુદા કરીને). ૭. છેદ પ્રાયશ્ચિત્ત યોગ્ય – દોષોના વારંવાર સેવનથી, અકારણ અપવાદના સેવનથી કે અધિક લોકનિંદા થવા પર આલોચના કરનારાની એક દિવસથી લઈને છ માસ સુધીની દીક્ષા પર્યાયનો છેદ કરવો, તે છેદ પ્રાયશ્ચિત્ત છે. ૮. મૂલને યોગ્ય - દોષોના સેવનમાં સંયમ પ્રતિ ઉપેક્ષા ભાવ કે સ્વચ્છંદતા કરવાથી આખી દીક્ષા પર્યાયનો છેદ કરીને ફરીથી નવી દિક્ષા દેવી, તે મૂલ પ્રાયશ્ચિત્ત છે. ૯-૧૦. અનવસ્થાપ્ય ,પારાંચિક પ્રાયશ્ચિત્ત – વર્તમાનમાં આ બે પ્રાયશ્ચિત્તનું વિચ્છેદ થયું મનાય છે. આમાં નવી દીક્ષા દીધા. પહેલા કઠોર તપમય સાધના કરાવવી પડે છે. કેટલોક સમય સમૂહથી અલગ રખાય છે, પછી એક વાર ગૃહસ્થનો વેશ પહેરાવીને ફરી દીક્ષા અપાય છે. આ બંનેમાં વિશિષ્ટ તપ અને તેના કાલ આદિનું અંતર છે. તે સંબંધી વર્ણન બૃહલ્પ સૂત્ર ઉદ્દેશક-૪માં તથા વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૨માં છે. નિશીથ સૂત્રમાં લઘુમાસિક આદિ તપ પ્રાયશ્ચિત્તનું કથન છે. ભાષ્ય ગાથા ૬૪૯૯માં કહ્યું છે કે ૧૯ ઉદ્દેશકમાં કહેવાયેલું પ્રાયશ્ચિત્ત જ્ઞાન, દર્શન ચારિત્રનું અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું છે. એમાંથી સ્થવિરકલ્પીને કોઈ અનાચારનું આચરણ કરવાથી જ તે પ્રાયશ્ચિત્ત આવે છે અને જિનકલ્પીને અતિક્રમ આદિ ચારેયનું આ પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) અતિક્રમ–દોષ સેવનનો સંકલ્પ (૨) વ્યતિક્રમ– દોષ સેવનના પૂર્વની તૈયારીનો પ્રારંભ (૩) અતિચાર– દોષ સેવનના પૂર્વની પ્રવૃત્તિ લગભગ પૂરી થઈ જવી. (૪) અનાચાર- દોષનું સેવન કરી લેવું. જેમ કે– (૧) આધાકર્મી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ (૨) તેના માટે જવું (૩) લાવીને રાખવું (૪) ખાઈ લેવું. સ્થવિર કલ્પીને અતિક્રમાદિ ત્રણથી વ્યુત્સર્ગ સુધીના પાંચ પ્રાયશ્ચિત્ત આવે છે અને અનાચાર સેવન કરવાથી તેઓને આગળના પાંચ પ્રાયશ્ચિત્તોમાંથી કોઈ એક પ્રાયશ્ચિત્ત આવે છે. પરિહાર તપ અને શુદ્ધ તપ કોને-કોને અપાય છે તેનું વર્ણન ભાષ્ય ગાથા ૬૫૮૬ થી ૯૧ સુધીમાં છે, ત્યાં એ પણ કહ્યું છે કે સાધ્વીને અને અગીતાર્થ, દુર્બલ અને અંતિમ ત્રણ સંઘયણવાળા સાધને શુદ્ધ તપ પ્રાયશ્ચિત્ત જ આ ૨૦ વર્ષની દીક્ષા પર્યાયવાળાને, ૨૯ વર્ષની ઉમરથી અધિક ઉમરવાળાને, ઉત્કૃષ્ટ ગીતાર્થ ૯ પૂર્વના જ્ઞાનીને, પ્રથમ સંહનનવાળાને તથા અનેક અભિગ્રહ તપ સાધનાના અભ્યાસીને પરિહાર તપ દેવાય છે. ભાષ્ય ગાથા ૬૫૯૨માં પરિહાર તપ દેવાની પૂર્ણ વિધિનું વર્ણન કર્યું છે. વ્યવ. પ્રથમ ઉદ્દેશકના સૂત્ર ૧ થી ૫ સુધી એક માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનથી લઈને પાંચ માસિક પ્રાયશ્ચિત્ત સ્થાનનું એક વાર સેવનનું તથા સૂત્ર ૬ થી ૧૦ સુધી અનેક વાર સેવનનું સામાન્ય પ્રાયશ્ચિત્ત કહ્યું છે. સાથે કપટ યુક્ત આલોચનાનું એક ગુરુમાસ પ્રાયશ્ચિત્ત વધારે દેવાનું કહ્યું છે. સૂત્ર ૧૧ થી ૧૪માં આ પ્રાયશ્ચિત્ત સ્થાનોમાંથી અનેક સ્થાનોના સેવનથી દ્વિસંયોગી આદિ ભંગ યુક્ત અનેક સૂત્રોની સૂચના આપી છે. ભાષ્ય ચૂર્ણિમાં ભંગ વિસ્તારથી કરોડો સૂત્રોની ગણના બતાવાઈ છે. સૂત્ર ૫ અને ૧૦ તથા ૧૧ થી ૧૪ સુધીના સૂત્રોમાં (તેણ પરં પલિઉચિય અપલિઉચિય તે ચેવ છમ્માસા) આ વાક્ય છે, તેનો આશય એ સમજવો જોઇએ કે આનાથી આગળ કોઈ માસ કે ૭ મહિના યોગ્ય પ્રાયશ્ચિત્તને પાત્ર હોય અથવા કપટ સહિત યા કપટ રહિત આલોચના કરનારા હોય તો પણ આ જ છ માસનું પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી અધિક નથી આવતું. -(સુબહહિં વિ માસેહિં, છહ માસાણ પરં ણ દાયā) ભાવાર્થ વર્ધમાન મહાવીર સ્વામીના શાસનમાં આટલા જ પ્રાયશ્ચિત્તની ઉત્કૃષ્ટ મર્યાદા છે અને બધા સાધુ સાધ્વી માટે આ નિયમ છે અગીતાર્થ, અતિપરિણામી, અપરિણામી સાધુ સાધ્વીજીને છ માસનું તપ જ આપવામાં આવે છે, છેદ પ્રાયશ્ચિત્ત અપાતું નથી પરંતુ દોષનું વારંવાર સેવન કરવાથી કે આકુટ્ટી બુદ્ધિ અર્થાત્ મારવાના સંકલ્પથી હિંસા કરવાથી કે દર્પથી કુશીલનું સેવન કરવાથી, તેને છેદ પ્રાયશ્ચિત્ત આપી શકાય છે તથા છેદના પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ રાખનારાને “મૂડ અન્ય અનેક નાના મોટા દોષોનું સેવન કરવાથી ઉક્ત અગીતાર્થ આદિને પહેલી વારમાં છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત અપાતું નથી પરંતુ જેને એકવાર આ પ્રકારની ચેતવણી આપી દીધી હોય કે- હે આર્ય! જો વારંવાર આ દોષનું સેવન કરીશ તો છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત દેવામાં આવશે. તેને જ છેદ યા મૂલ પ્રાયશ્ચિત્ત આપી શકાય છે. જેને આ પ્રકારની ચેતવણી આપી નથી તેને છેદ કે મૂલ પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી. ભાષ્યમાં ચેતવણી અપાયેલા સાધુને “વિકોવિત’ અને ચેતવણી નહીં અપાયેલા સાધુને “અવિકોવિત’ કહ્યા છે. વિકવિતને પણ પહેલી વાર લઘુ, બીજી વાર ગુરુ અને ત્રીજી વાર છેદ પ્રાયશ્ચિત્ત અપાય છે. ત પણ ઉત્કૃષ્ટ છ માસનું હોય છે તથા ત્રણ વાર જ આપી શકાય છે. તેના પછી મૂળ પ્રાયશ્ચિત્ત અપાય છે. વર્ધમાન મહાવીર સ્વામીના શાસનમાં તપ અને છેદ પ્રાયશ્ચિત્ત છ માસથી વધુ દેવાનું વિધાન નથી. તેથી કોઈ પણ દોષનું છ માસ તપ કે છેદથી અધિક પ્રાયશ્ચિત્ત ન દેવું જોઇએ કારણ કે અધિક પ્રાયશ્ચિત્ત દેવાપર પરંપરાથી વિપરીત આચરણ થાય છે. મૂલ (નવદીક્ષા) પ્રાયશ્ચિત્ત પણ ત્રણ વાર આપી શકાય છે અને છ માસનું તપ અને છ માસનો છેદ પણ ત્રણ વાર જ આપી શકાય છે. તેના પછી આગળનું પ્રાયશ્ચિત્ત અપાય છે. અંતમાં ગચ્છમાંથી કાઢી મૂકવામાં આવે છે. નિશીથસૂત્રમાં લઘુ માસિક આદિ પ્રાયશ્ચિત્ત સ્થાનોના ચાર વિભાગરૂપે જે દોષ સ્થાનોનું વર્ણન છે, તદનુસાર તેના સમાન અન્ય(નહિ કહેવાયેલા) દોષોનું પ્રાયશ્ચિત્ત પણ સમજી લેવું જોઇએ. દોષ સેવનના ભાવ અને પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરનારાની યોગ્યતા Page #270 -------------------------------------------------------------------------- ________________ 270 આગમસાર–પૂર્વાર્ધ આદિ કારણોથી આ સ્થાનોમાં અપાયેલ શુદ્ધ તપ આદિના અનેક વિકલ્પો હોય છે. જેને ગીતાર્થ મુનિની નિશ્રાથી કે પરંપરાથી સમજવા જોઇએ તથા પ્રાયશ્ચિત્ત કોષ્ટક દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ. વિકલ્પો યુક્ત પ્રાયશ્ચિત્ત વિધિને સમજવા માટે નિશીથ પીઠિકાનું તથા વસમા ઉદ્દે ના ભાષ્યનું અધ્યયન કરવું જોઇએ તથા બૃહત્કલ્પ, વ્યવહાર અને નિશીથસૂત્રનું નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા યુક્ત પૂર્ણ અધ્યયન કરવું જોઇએ. ચાર છેદ સૂત્રોનો વિષય પરિચય: (વ્યવહાર અને ચિકિત્સાના શાસ્ત્રો) અનુસાશન સંસ્કારોથી શંભવ છે. ધર્મ જીવને સંસ્કારિત કરવાનું કાર્ય કરે છે અને તેનાથીજ અનુસાશન સંભવે છે. આ કોઈ કાયદાઓનું શાસ્ત્ર નથી, ક્યા ગુના માટે કઈ સજા કરવી એ પણ તેનો વિષય નથી. તેના માટેતો મહાનિષ્ફર કર્મ સતા છેજ. માતાપિતા જે રીતે બાળકોનું સંરક્ષણ સંવર્ધન કરે, તે રીતેજ ગુરુએ દોષ સેવનારને સંસ્કારિત કરવાનું છે. કોઈ અવિનીત કે સદંતર પડવાઈ કે જે ગચ્છમાં રહેવાને લાયક નથી અથવા ઇચ્છતા નથી, તેમને માટે ગચ્છ નથી પણ જે વિનીત છે, ઇચ્છુક છે તેઓ સારણા વારણાના હકદાર છે. કોઈ દોષ માટે કઈ ચિકિત્સા કરવી એ એકાંત ચિકિત્સક પર નિર્ભર છે, તેમાં સંઘ કે અન્ય કોઈને એ જાણવાનો પણ અધિકાર નથી. ચિકિત્સા માટે વ્યથિતની મનોદશા અને અનુમતિ પણ મહત્વના છે. સામેથી આવીને આલોચના કરનારને આલોચનાની ગુપ્તતાનો પણ અધિકાર પ્રાપ્ત થાય છે.. પૂર્વે જે થયું, તે માટે ભય લજજા કે અન્ય કારણે વ્યથિતથી જુઠું પણ બોલાયું હોય તો તે જુઠનું વધુ મુલ્ય ન આંકતાં, ફરી ફરીને સત્ય તેના સ્વમુખેથી વારંવાર સાંભડી, તે આત્માના કાર્ય થયું ત્યારનાં ભાવ, હાલનાં વિચાર અને ભવિષ્યમાં સજાગતા રાખવાની મનોબળતા ચકાસી શકાય છે. હવે વર્તમાનમાં તેને સાધુપણાનાં ભાવ કેવા છે? ભવિષ્યની શું શકયતા દેખાય છે? સ્થાવર ત્રસ જીવો પ્રત્યેનો અનકંપા ભાવ કેવો છે? પોતાના કાર્યનો તેને કેટલો પસ્તાવો છે? શું તેને પ્રતિક્રમણના ભાવો છે? વગેરે બાબતોથી તેનું હાલનું સાધુપણું જાણી શકાય. સ્વભાવની સરળતા, પૂર્વે સંયમ પ્રત્યે કેટલી સજાગતા કે દુર્લક્ષ્ય હતું? તેનું પણ મહત્વ છે. કેવળજ્ઞાન જેવાજ વિશાળ અર્થ વાળો શબ્દ અનુકંપા છે, તેમાં અન્ય માનવીય લાગણીઓનો અભાવ નહીં પણ સમાવેશ થયેલો છે. દીક્ષાવિધિ ની સમાપ્તિ અણગારે જાયા શબ્દથી થાય છે, જેનો અર્થ છે અણગારનો જન્મ થયો. હવે તેને ચેતવણી આપીને વારનાર પિતા કે તેનું ઉપરાણું લેનાર માતા બંને ગુરુજ છે અન્ય કોઈ નથી. સાધના જીવનમાં પ્રવેશેલા અસંયમનાં અંશને કાપીને અલગ કરવો. દોષ મલિનતાને કાઢીને સાફ કરવી, ભૂલોથી બચવા સતત સાવધાન રહેવું. ભૂલ થાય તો પ્રાયછિત ગ્રહણ કરવું. પ્રાયશ્ચકિતનું પણ પ્રમાર્જન કરવું. એજ છેદસૂત્રોનો વિષય છે. દોષનાં પ્રકારઃ સચેત આહાર પાણીનાં, એકજ ઘરેથી ગોચરી લેવી, ઉપયોગ રહિત પરઠવાનાં. અકાળે સજાય, કાળે સજાય ન કરવી. શરીર સુશ્રુષા કરાવવી, રોગોમાં ઉપચાર કરાવવા, વાળ કાપવા, ચોમાસુ કરવા નિમીતે. દોષના કારણો : પરવશપણે કે સ્વેચ્છાથી, વધાવસ્થા કે રોગથી રોગનાં ભયથી, શરીરની ઉતાવળથી, મનની આતરતાથી, શરીર કે મનની અસ્થિરતાથી, લાચારીથી, વિસ્મૃતિથી, મોહથી મુછભાવે, વિષય કષાયથી, ક્રોધવશ રાગદ્દેશથી, જાણતાં, અજાણતાં, પ્રમાદથી કે અજ્ઞાનથી. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર સુધીનાં દોષોનું આલોચના, પ્રતિક્રમણ , મિચ્છામી દુક્કડમ જેવું અલ્પ પ્રાયશ્ચછિત હોય છે. અનાચારનાં દોષ માટે તપનું પ્રાયશ્ચછિત અપાય છે. સંયમજીવનમાં પણ ભાવની પ્રધાનતા છે. માયા કરીને સેવેલા દોષનું પ્રાયશ્ચિછિત દીક્ષા છેદથી અપાય છે. એટલેકે અમુક વર્ષની દીક્ષા પર્યાયનો છેદ. અથવા નવી દીક્ષા કે દોષની બહુલતામાં ગચ્છથી બહાર પણ કરાય. સરળતાથી આલોચના કરનાર કરતાં કપટ ભાવે આલોચના કરનારને મોટું પ્રાયશ્ચિછિત આવે છે. કાયદા સંસ્થાનાં હિત માટે હોય છે. ચિકિત્સા વ્યકિતનું હિત જુએ છે. છેદ બેઉનાં હિત માટે છે. પ્રાયશ્ચિત દાતા કે આચાર્ય જજ નથી પણ તેના પોતાનાજ પક્ષના વકીલ છે. તે મને કર્મસતાથી બચાવવા માટે પ્રયત્ન કરી રહયા છે, તેવું જાણી દોષ લગાડનારે સંપૂર્ણ સહકાર આપવો જોઇએ અને પોતાના દોષોની શુધ્ધિ કરી લેવી જોઇએ. અથવા તો ચિકિત્સક(ડોકટર) સમજી તેને સાચી હકીકત કહેવી જોઈએ, જેથી પોતાનો ઇલાજ સારી રીતે થઈ શકે. (૧) નિશીથસૂત્ર - અનિવાર્ય કારણોથી અથવા કારણ વિના સંયમની મર્યાદાઓનો ભંગ કરીને જો કોઈ સ્વયં આલોચના કરે ત્યારે ક્યા દોષનું કેટલું પ્રાયશ્ચિત્ત આવે છે, તે આ છેદ સૂત્રનો વિષય છે. પહેલા ઉદ્દેશકમાં “ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ કર્યુ છે. ઉદ્દેશા બીજાથી પાંચમા સુધીમાં “લઘુમાસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોની પ્રરૂપણા કરી છે. ઉદ્દેશક છ થી અગિયાર સુધી ગુરુચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે. ઉદ્દેશક બારથી ઓગણીસ સુધીમાં લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષોનું નિરૂપણ છે. વીસમા ઉદ્દેશકમાં પ્રાયશ્ચિત્ત દેવાની અને વહન કરવાની વિધિ બતાવી છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારની શુદ્ધિ, આલોચના, મિચ્છામિ દુક્કડમના અલ્પ પ્રાયશ્ચિત્તથી થઈ જાય છે. અનાચાર દોષના સેવનનું જ નિશીથસૂત્ર પ્રમાણે પ્રાયશ્ચિત્ત થાય છે. આ સ્થવિરકલ્પી સામાન્ય સાધુઓની મર્યાદા છે. જિનકલ્પી કે પ્રતિમાધારી આદિ વિશિષ્ટ સાધના કરનારાને અતિક્રમ આદિનું પણ નિશીથ સૂત્રોક્ત ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે. ૧. લઘુમાસિક પ્રાયશ્ચિત્ત જઘન્ય એક એકાસણું ઉત્કૃષ્ટ ૨૭ ઉપવાસ છે. ૨. ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત જઘન્ય એક નિવી(કે બે એકાસણા) ઉત્કૃષ્ટ ૩૦ ઉપવાસ છે. ૩. લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જઘન્ય એક આયંબિલ(કે એક એકાસણું) ઉત્કૃષ્ટ ૧૦૮ ઉપવાસ છે. ૪. ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જઘન્ય એક ઉપવાસ(કે ચાર એકાસણા) ઉત્કૃષ્ટ ૧૨૦ ઉપવાસ છે. ૫. ઉક્ત દોષોના પ્રાયશ્ચિત્ત Page #271 -------------------------------------------------------------------------- ________________ jainology 271 આગમસાર સ્થાનોનું વારંવાર સેવન કરવાથી અથવા તેઓનું સેવન લાંબા સમય સુધી ચાલતું રહેવાથી પ્રાયશ્ચિત્ત તપની સીમા વધતી જાય છે. જે ક્યારેક દીક્ષા છેદ સુધી વધારી શકાય છે. ૬. કોઈ સાધુ-સાધ્વી મોટા દોષને ગુપ્તરૂપમાં સેવન કરીને છુપાવવા ઇચ્છે પરંતુ ક્યારેક તે દોષને બીજા કોઈ સિદ્ધ કરીને પ્રાયશ્ચિત્ત અપાવે, તો દીક્ષા છેદન જ પ્રાયશ્ચિત્ત અપાય છે. ૭. બીજા દ્વારા સિદ્ધ કરવા છતાં પણ દોષી સાધક અત્યધિક જૂઠ, કપટ કરીને વિપરીત આચરણ કરે, ત્યારે કોઈ દ્વારા પ્રમાણિત કરવા પર સરળતાથી સ્વીકાર કરીને પ્રાયશ્ચિત્ત લે તો નવી દીક્ષાનું પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. ૮. જો દુરાગ્રહવશ થઈને કોઈ પણ રીતે પ્રાયશ્ચિત્તનો સ્વીકાર ન કરે તો ગચ્છમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે. (ર) દશાશ્રુત સ્કન્ધ સૂત્ર:- આ સૂત્રને આગમમાં “દસા' એવં “આચાર દસા' નામથી ઓળખાય છે. તેના દસ અધ્યાય છે, જેને પ્રથમ દશા આદિ કહેવાય છે. પ્રત્યેક દશામાં સંખ્યાના નિર્દેશની સાથે એક–એક વિષયનું નિરૂપણ કર્યુ છે. આમાં અધિકતર સાધુના આચાર શદ્ધિના પ્રેરણાત્મક વિષય છે. તે સિવાય અનુપમ ઉપલબ્ધિથી આત્મ આનંદની પ્રાપ્તિ, સંઘ વ્યવસ્થા, શ્રાવકના ઉચ્ચ જીવન સંબંધી વિષય પણ છે. પાંચ દશાઓમાં સંયમના નિષિદ્ધ વિષયોનું કથન છે, જેમ કે: ૨૦ અસમાધિ સ્થાન (દોષ) દિશા ૧. ૨૧ સબલ દોષ દશા ૨. ૩૩ આશાતના દિશા ૩. ૩૦ મહા મોહબંધ સ્થાન દશા ૯. ૯ નિદાન દશા ૧૦. બે દશાઓમાં સંયમ વિધિ-પ્રેરણા વિષયોનું કથન છે. ૧ ભિક્ષુની બાર પડિયા દશા ૭. ૨ ચાતુર્માસ સમાચારી દશા ૮. નોંધ - વર્તમાનમાં આઠમી દશા પરિવર્ધનોથી યુક્ત થઈને કલ્પસૂત્રના નામથી સ્વતંત્ર પ્રસિદ્ધ થઈ છે. સંઘ વ્યવસ્થાનો વિષય એક દશામાં છે. આચાર્યની આઠ સંપદા અને ચાર કર્તવ્ય તથા શિષ્યના ચાર કર્તવ્ય દિશા ૪. આત્માનંદના વિષયનું કથન એક દશામાં છે. દસ ચિત્ત સમાધિ સ્થાન દિશા ૫. શ્રાવકના ઉચ્ચ જીવનનું કથન એક દશામાં છે. અગિયાર, શ્રાવકની પ્રતિમા દશા ૬. આ રીતે આ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય આચાર પ્રધાન હોવાથી તેનું સૂત્રોક્ત (ઠાણાંગ સૂત્ર-૧૦) “આચાર દશા' નામ સાર્થક છે. વર્તમાનમાં અજ્ઞાત કાલથી આ સૂત્રનું નામ “દશાશ્રુત સ્કન્ધ” પ્રસિદ્ધ છે. છે. (૩) બૃહલ્પ સૂત્ર - આ સૂત્રમાં કચ્છ, અકથ્ય વિષયોનું કથન (પૂઈ, નો કમ્પઈ) ક્રિયાથી છે. એટલે સ્ત્રનું આગમિક સંક્ષિપ્ત નામ કષ્પો યા કપ્પ છે. કપ્પ શબ્દથી નન્દી સૂત્રની શ્રુત સૂચીમાં ત્રણ સૂત્ર કહ્યા છે– (૧) કપ્પ (૨) ચુલ્લ કપ્પ (૩) મહા કપ્પ. દશાશ્રુત સ્કંધની આઠમી દશાનું નામ પણ કમ્પો કે પક્ઝોસવણા કપ્પો કહેવાયેલ છે. એમાંથી નંદીસૂત્રોક્ત પ્રથમ “કમ્પ' નામનું સૂત્ર જ આ બૃહત્કલ્પ સૂત્ર છે. શેષ બે કલ્પસૂત્ર અને આઠમી દશા રૂપ કલ્પ અધ્યયન એ ત્રણેના મિશ્રણથી એક સ્વતંત્ર કલ્પસૂત્ર(બારસા સૂત્ર યા પવિત્ર કલ્પ સૂત્ર) બનાવીને પ્રસિદ્ધ થયેલ છે. જે વિક્રમની તેરમી ચૌદમી સદીનો પ્રયત્ન છે. એ જ કારણે આ મૌલિક કલ્પસૂત્રનું “બૃહત્કલ્પ' નામ વર્તમાન કાળમાં પ્રસિદ્ધ થયું છે. પ્રાચીન વ્યાખ્યાકારોએ “ બૃહત્કલ્પસૂત્રઆ નામ કોઈ પણ વ્યાખ્યામાં કહ્યું નથી. અર્થાત્ ટીકાકાર મલયગિરિ આચાર્યના પછી નવા કલ્પસૂત્ર(બારસાસૂત્રોનું નિર્માણ થઈ જવાના કારણે ભ્રમ નિવારણાર્થે આ સૂત્રનું નામ બૃહત્કલ્પસૂત્ર આપ્યું છે તેથી આ પ્રચલિત નામ અર્વાચીન છે. આ સૂત્રનો સંપૂર્ણ વિષય સાધુ, સાધ્વીના આચારની પ્રમુખતાને બતાવે છે. અર્થાત્ તેમાં વિધિ, નિષેધ અને પ્રાયશ્ચિત્ત સૂચક કથન છે. સંઘ પ્રમુખો તથા સંઘાડા પ્રમુખોની જાણકારી યોગ્ય વિષયે જ અધિક છે. તો પણ સામાન્ય રીતે બધા સાધુ, સાધ્વીજીઓને અધ્યયન યોગ્ય આ શાસ્ત્ર છે. કારણ કે ત્રણ વર્ષની દીક્ષા બાદ પ્રત્યેક પ્રજ્ઞાવાન સાધુ યથા અવસર સંઘાડા પ્રમુખ બની વિચરણ કરે જ છે. (૪) વ્યવહાર સૂત્રઃ ચાર છેદ સૂત્રોમાં આ જ એક એવું સૂત્ર છે કે જેના નામમાં અને તેના ઇતિહાસમાં પ્રારંભથી આજ સુધી કોઈ પરિવર્તન થયું નથી. તેથી તેનું આ “વ્યવહાર સૂત્ર” નામ આગમ, વ્યાખ્યા અને ગ્રન્થ આદિથી સર્વ સંમત નામ છે. આ સૂત્રનો વિષય એના નામથી જ સ્પષ્ટ છે કે વ્યવહારિક વિષયોનું સૂત્ર અર્થાત્ ગચ્છ વ્યવહાર, સંઘ વ્યવહાર આદિ વ્યવસ્થાઓની સૂચનાઓનું શાસ્ત્ર. આ સૂત્રમાં સાધ્વાચારનો વિષય પણ છે, તે પણ વ્યવસ્થાલક્ષી વધારે છે; તેથી આ એક સંઘ વ્યવસ્થા સૂચક શાસ્ત્ર છે. વ્યાખ્યાકારોએ તેને પ્રાયશ્ચિત્ત પરક શાસ્ત્ર પણ કહ્યું છે. જેની સાર્થકતા પહેલા ઉદ્દેશાના ૧૮ સૂત્રોથી થાય છે. આ સૂત્રના પ્રમુખ વિષયો: Page #272 -------------------------------------------------------------------------- ________________ 272 આગમસાર–પૂર્વાર્ધ ૧. પરિહાર તપ અને પારિહારિક સાધની વ્યવસ્થા. ૨. ગચ્છ ત્યાગી એકાકી તેમજ શિથિલાચારી સાધુઓને ફરીથી ગચ્છમાં લેવા સંબંધી વ્યવસ્થા. ૩. વિચરણ વ્યવસ્થા અને આચાર્ય આદિની સાથે સાધુ સાધ્વીની આવશ્યક સંખ્યા. ૪. આચાર્ય અને ઉપાધ્યાય પદ દેવાની યોગ્યતા અયોગ્યતાની અને અન્ય પરિસ્થિતિઓની સૂચનાઓ. ૫. અધ્યયન-અધ્યાપનની વ્યવસ્થા અને ચેતવણી. ૬. સાધુ-સાધ્વીના પરસ્પર વ્યવહાર, વિવેક, વ્યવસ્થા. ૭. દીક્ષા અને સેવા સંબંધી વ્યવસ્થા. ૮. સ્વાધ્યાય અને ક્ષમાપના કરવાની વ્યવસ્થા. ૯. મૃત સાધુ અંગેના પરિષ્ઠાપન કર્તવ્ય. ૧૦. આહાર અને ગવેષણા સંબંધી તથા શય્યાતર સંબંધી નિર્દેશ. ૧૧. અભિગ્રહ પડિમાઓની વિધિઓ. દશાશ્રુતસ્કંધ, બૃહતુકલ્પ અને વ્યવહાર, આ ત્રણે સૂત્રોનું પૂર્વોમાંથી નિયૂહણ કરી સ્વતંત્ર સૂત્ર રૂપમાં સંકલન કરાયું છે. તેથી આ ત્રણે સૂત્રોના મૂળભૂત રચયિતા ગણધર સુધર્મા સ્વામી છે અને પ્રસ્તુત સૂત્ર રૂપમાં ઉદ્ધરણકર્તા ચૌદ પૂર્વ આચાર્ય ભદ્રબાહુ સ્વામી છે પ્રાયશ્ચિત્ત વિજ્ઞાન પરાધીનતામાં અથવા અપવાદરૂપ સ્થિતિમાં લાગતા દોષોનું પ્રાયશ્ચિત્ત ક્રમ પ્રાયશ્ચિત્તનું નામ જઘન્ય તપ ઉત્કૃષ્ટ તપ ૧ લઘુમાસી એક એકાસણુ સત્તાવીશ એકાસણા ૨ ગુરુમાસી એક નિવી ત્રીસ નિવી ૩ લઘુચૌમાસી એક આયંબિલ એકસો આઠ ઉપવાસ ૪ ગુરુચૌમાસી એક ઉપવાસ એકસો વીસ ઉપવાસ આસક્તિ યા શિથિલ વિચારોથી લાગનારા દોષોનું પ્રાયશ્ચિત્ત :ક્રમ પ્રાયશ્ચિત્તનું નામ જઘન્ય તપ ઉત્કૃષ્ટ તપ ૧ લઘુમાસી એક આયંબિલ સત્તાવીશ આયંબિલ યા ઉપવાસ ૨ ગુરુમાસી એક ઉપવાસ ત્રીસ આયંબિલ યા ઉપવાસ ૩ લઘુચૌમાસી ચાર આયંબિલ એકસો આઠ ઉપવાસ ૪ ગુરુચૌમાસી ચાર ઉપવાસ એકસો વીસ ઉપવાસ અથવા ચાર માસનો છેદ વિરાધનાના કેટલાક પ્રાયશ્ચિત્ત : ૧. પૃથ્વીકાય આદિના સ્પર્શનો એક ઉપવાસ. સચિત્ત પૃથ્વીપર ચાલવાથી યા કચડવાથી ચાર ઉપવાસ અને તે ખાવાથી એક છઠ. ૨. એવી રીતે પાણી, અગ્નિ તથા વનસ્પતિનું પણ પ્રાયશ્ચિત્ત સમજી લેવું જોઇએ અને અનંતકાયનું પ્રાયશ્ચિત્ત જઘન્ય એક છઠ્ઠ સમજવું. ૩. વરસાદના ગંધારા(ડહોળાયેલા) પાણીમાં ચાલવું પડે તો એક ઉપવાસ, સ્વચ્છ પાણી હોય તો ચાર ઉપવાસ, લીલફૂગ સહિત હોય તો એક છઠ, આ બે–ચાર દસ પગલા ચાલવાનું પ્રાયશ્ચિત્ત છે. જો ૪૦ થી ૫૦ પગલા ચાલવું પડે તો છુટ્ટા ચાર ઉપવાસ, આ રીતે ક્રમશઃ વધુ ચાલવાનું છઠ અને અટ્ટમનું પ્રાયશ્ચિત્ત સમજી લેવું. ૪. અજાણતા(અનાભોગ)થી સ્થાવર જીવોની વિરાધનાનું આલોચના પ્રતિક્રમણ રૂપ પ્રાયશ્ચિત્ત છે. ૫. જાણીને અતિ અલ્પ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત એક ઉપવાસ છે. તેનાથી વધુનું ચાર ઉપવાસ, તેનાથી વધુનું એક છ યા અટ્ટમનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યાર પછી અધિક લાંબા સમય સુધી દોષ ચાલુ રહે અથવા વિરાધનાની માત્રા વધી જાય તો ચોલા-પંચોલા અથવા ૩૦-૪૦-૫૦ ઉપવાસ આદિ સુધી પ્રાયશ્ચિત્ત વધતું જાય છે. ૬. વિરાધનાની સાથે ગૃહસ્થની સેવા આદિ અનેક દોષોનું સેવન એક સાથે કરવાથી અર્થાતુ (ઓપરેશન આદિ)અનેક દોષો ભેગા થવા પર તથા વધારે સમય સુધી દોષ થતા રહેવા પર ૧૨૦ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે. ૭. આ દોષોની સીમા વ્યવહારથી કંઈક આગળ વધી જવા પર અથવા અન્ય મોટા દોષો, જેમ કે વાહન પ્રયોગ આદિ એકઠા થવા પર અને દોષોનું સેવન ચાર માસથી પણ અધિક સમય સુધી થવા પર છ માસી પ્રાયશ્ચિત્ત એટલે ઉત્કૃષ્ટ ૧૮૦ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે. ૮. દિવસ સંબંધી સકારણ અનેક દોષ કે વિરાધનાઓનું એક સાથે પ્રતિક્રમણમાં ૧ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે તેમજ પ્રમાદ શિથિલાચાર આદિ બધાનું દિવસ સંબંધી પ્રાયશ્ચિત્ત પાંચ ઉપવાસનું આવે છે.આ પ્રાયશ્ચિત્ત નિત્યની ક્રિયા સમાચારી સંબંધી છે છેદ પ્રાયશ્ચિત્ત :- ૧. ઉપર કહેલા દોષોવાળી સ્થિતિમાં અત્યધિક લોક અપવાદ થાય અને દોષ સેવન કરનારાના પરિણામ સંયમ શિથિલતા અને સ્વચ્છંદી થઈ જાય તો છેદ પ્રાયશ્ચિત્ત આવે છે. ૨. (૧) મૂળગુણ દોષોનું વારંવાર સેવન કરવાથી અથવા અત્યધિક લાંબા સમય સુધી દોષોનું સેવન કરવાથી () અકારણ અપવાદનું સેવન કરવાથી. (૩) મૂળગુણમાં દોષોના સેવનથી અધિક લોકનિંદા થવા પર. (૪) અનુશાસનનો અત્યધિક ભંગ કરવા પર. (૫) સ્વચ્છંદતા અથવા તેની પ્રરૂપણા કરવાથી. (૬) આચાર્ય ગુરુ આદિની અત્યધિક આશાતના કરવાથી. ઇત્યાદિક પરિસ્થિતિઓમાં પ્રાયશ્ચિત્ત દાતાને યોગ્ય લાગે તો છેદ પ્રાયશ્ચિત્ત આપે અથવા તપ પ્રાયશ્ચિત્ત પણ આપી શકે છે. ૩. અગીતાર્થ સાધુ-સાધ્વીને પહેલા એક-બે વાર ચેતવણી આપ્યા વગર છેદ પ્રાયશ્ચિત્ત અપાતું નથી. ૪. સ્વયં પોતે સરલતા પૂર્વક આલોચના પ્રાયશ્ચિત્ત ન કરવાથી, બીજા દ્વારા દોષ પ્રગટ કરીને, સાબિત કરીને પ્રાયશ્ચિત્ત અપાવવામાં આવે તો છેદ પ્રાયશ્ચિત્ત જ આવે છે. બીજા દ્વારા દોષ સિદ્ધ કરવા છતાં પણ જે ઘણીવાર જૂઠ-કપટ કરે, ભૂલ સ્વીકાર ન કરે, ત્યાર પછી લાચાર થઈને દોષ સ્વીકાર કરે તો તેને “મૂળ' પ્રાયશ્ચિત્ત આવે છે. અર્થાત્ નવી દીક્ષા આપવામાં આવે છે અને છેવટ સુધી પણ સરલતા ધારણ ન કરે તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આપવામાં આવતું નથી પરંતુ ગચ્છની બહાર મૂકવામાં આવે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ jainology 273 આગમસાર દશાશ્રુતસ્કંધ આ સૂત્રનું નામ આગમમાં બે પ્રકારે મળે છે– (૧) દશા (૨) આચારદશા. એના આધારથી તેનું નામ દશાશ્રુતસ્કંધ સૂત્ર પ્રચલિત છે, પરંતુ આ નામ પ્રાચીન વ્યાખ્યા ગ્રંથોમાં મળતું નથી, તેથી તે અર્વાચીન પ્રચલિત નામ છે. આ સૂત્રના દસ અધ્યાય છે, તેને પહેલી દશા યાવતુદશમી દશા કહેવાય છે. પહેલી દશામાં ૨૦ અસમાધિના સ્થાન છે. બીજી દશામાં ૨૧ સબલ દોષ છે. ત્રીજી દશામાં ૩૩ આશાતના છે. ચોથી દશામાં આચાર્યની આઠ સમ્મદા અને ચાર કર્તવ્ય છે તથા શિષ્યના ચાર કર્તવ્ય પણ છે. પાંચમી દશામાં ચિત્તની સમાધિ(આનંદ) થવાના દશ બોલ કહ્યા છે. છઠ્ઠી દશામાં શ્રાવકની ૧૧ પડિમાઓ બતાવી છે. સાતમી દશામાં સાધુની બાર પડિમા બતાવી છે. આઠમી દશાનું સાચું સ્વરૂપ વ્યવચ્છિન્ન થઈ ગયું છે. તેમાં સાધુઓની સમાચારીનું વર્ણન હતું. નવમી દશામાં ૩૦ મહામોહનીય કર્મબંધના કારણ છે. દસમી દશામાં નવ નિયાણાનો નિષેધ અને વર્ણન છે અને તેનાથી થનારા અહિતનું કથન છે. આ પ્રકારે આ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય આચાર પ્રધાન હોવાથી તેનું સૂત્રોક્ત (ઠાણાંગ–૧૦) આચાર દશા નામ સાર્થક છે. વર્તમાનમાં અજ્ઞાતકાલથી “દશાશ્રુતસ્કંધ' આ નામ પ્રચલિત છે. પ્રથમ દશાઃ વીસ અસમાધિસ્થાન સાધ્વાચાર(સંયમ)ના સામાન્ય લઘુતર દોષોને એટલે અતિચારોને અહીં અસમાધિ સ્થાન કહ્યા છે. જેવી રીતે શરીરની સમાધિમાં સામાન્ય પીડાઓ પણ બાધક થાય છે અને વિશેષ મોટા રોગ જદી–જુદી જાતના થાય છે. જેમ કે (૧) અલ્પ ચોટ લાગવી, કાંટો ખૂંચી જવો, એક ફોડલો થઈ જવો; હાથ, પગ,આંગળી આદિ અવયવ દુઃખવા; દાંત દુઃખવા અને થોડા વખતમાં સારું થઈ જવું. (૨) અત્યંત વ્યાકુલ અને અશક્ત કરી દેનારા મોટા-મોટા રોગ. એવી રીતે સામાન્ય દોષ અર્થાત્ સંયમના અતિચાર અવિધિઓને આ દશામાં અસમાધિ સ્થાન કહેવાયેલ છે. એના કારણે સંયમ પૂર્ણપણે સ્વસ્થ રહી શકતો નથી. અર્થાત્ શુદ્ધ આરાધનામાં ઘટ થતી જાય છે. વિસ અસમાધિના સ્થાન - ૧. ઉતાવળે ચાલવું. ૨. અંધારામાં ચાલતી વખતે પ્રમાર્જન ન કરવું. ૩. સાચી રીતથી પ્રમાર્જન ન કરવું. ૪. જરૂરિયાત વગર પાટ આદિ લાવીને રાખવા. પ. મોટાની સામે બોલવું. ૬. વૃદ્ધોને અસમાધિ પહોંચાડવી. ૭. પાંચ સ્થાવરકાયની બરાબર યતના ન કરવી(ઉપેક્ષા કરવી, દુર્લક્ષ્ય રાખવું) અર્થાત્ તેની વિરાધના કરવી, કરાવવી. ૮. ક્રોધ ભાવમાં બળવું અર્થાત્ મનમાં ક્રોધ ભાવ રાખવો. ૯. ક્રોધ કરવો અર્થાત્ વચન અને વ્યવહારમાં ક્રોધ પ્રગટ કરવો. ૧૦. પીઠ પાછળ નિંદા કરવી. ૧૧. કષાયથી અથવા અવિવેકથી નિશ્ચયકારી ભાષા બોલવી. ૧૨. નવો કલેશ ઉત્પન્ન કરવો. ૧૩. જૂના, શાંત થઈ ગયેલ કલેશને ફરીથી ઉત્પન્ન કરવો. ૧૪. અકાલમાં સુત્રનો સ્વાધ્યાય કરવો. ૧૫. સચિત્ત રજ કે સચિત્ત પ્રમાર્જન ન કરવું અર્થાત્ પ્રમાર્જન વિના બેસી જવું કે અન્ય કાર્યમાં લાગી જવું. ૧૬. જરૂરત વગર બોલવું, વાક્યુદ્ધ કરવું અને જોર-જોરથી આવેશ યુક્ત બોલવું. ૧૭. સંઘમાં અથવા સંગઠનમાં અથવા પ્રેમ સંબંધમાં ભેદ ઉત્પન્ન થાય તેવું ભાષણ કરવું. ૧૮. કલેશ કરવો, ઝઘડવું, તુચ્છતા ભરેલો વ્યવહાર કરવો. ૧૯. દિવસભર કંઈને કંઈ ખાતા રહેવું. ૨૦. અનેષણીય આહાર, પાણી આદિ ગ્રહણ કરવા અર્થાત્ એષણાના નાના દોષોની ઉપેક્ષા કરવી. બીજી દશાઃ એકવીસ સબલ દોષ સબલ, પ્રબલ, ઘન, ભારે, વજનદાર, વિશેષ બળવાન આદિ લગભગ એકાર્થક શબ્દ છે. સંયમના સબલ દોષોનો અર્થ છે– સામાન્ય દોષોની અપેક્ષાએ મોટા દોષ કે વિશેષ દોષ. આ દશામાં એવા મોટા દોષોને સબલ દોષ કહ્યા છે. તે પ્રાયઃ સંયમના અનાચારરૂપ હોય છે. તેનું પ્રાયશ્ચિત્ત પણ ગુરુતર હોય છે તથા એ સંયમમાં વિશેષ અસમાધિ ઉત્પન્ન કરનારા દોષ છે. અન્ય શબ્દોમાં કહીએ તો સબલ દોષ સંયમમાં મોટા અપરાધ છે અને અસમાધિ સ્થાન સંયમમાં નાના અપરાધ છે. એકવીસ સબલ દોષ :- (૧) હસ્ત કર્મ કરવું. (૨) મૈથુન સેવન કરવું. (૩) રાત્રિ ભોજન કરવું. (૪) સાધુના નિમિત્તે બનાવેલ આહાર પાણી લેવા. (૫) રાજાના ઘરે ગોચરી કરવી. () સામાન્ય સાધુ-સાધ્વીજીઓના નિમિત્તે બનાવેલા ઉદ્દેશિક આહાર આદિ લેવા કે સાધુને માટે વેચાતા લાવેલ હોય એવા આહારાદિ પદાર્થ લેવા. (૭) વારંવાર તપ-ત્યાગ આદિનો ભંગ કરવો. (૮) વારંવાર ગણનો ત્યાગ કરવો અને સ્વીકાર કરવો. (૯, અને ૧૯) ઘૂંટણ પાણીમાં ડૂબે એટલા પાણીમાં એક માસમાં ત્રણ વાર કે વર્ષમાં ૧૦ વાર ચાલે તો શબલ દોષ બને છે. એથી વધારે ઉડા પાણીમાં પગ નાખવો કલ્પતો જ નથી. એકજ પગ પાણીમાં નાખવાથી પાર કરી શકાય તેટલું પાણી હોય તો પણ, કોઈ વિશેષ પરિસ્થિતીમાં આલોચના ના અને અનુકંપાના ભાવ સાથે પાર કરી શકાય છે. o) એક માસમાં ત્રણ વાર અને વર્ષમાં ૧૦ વા૨(ઉપાશ્રય માટે) માયા કપટ કરે તો શબલ દોષ બને છે. (૧૧) શય્યાતરનો આહાર ગ્રહણ કરવો. (૧૨-૧૪) જાણીને, સંકલ્પપૂર્વક હિંસા કરવી, જૂઠું બોલવું, અદત્ત ગ્રહણ કરવું. (૧૫-૧૭) જાણીને સચિત્ત પૃથ્વી પર, તેની અત્યધિક નજીક સ્થાન પર અને ત્રણ સ્થાવર જીવ યુક્ત સ્થાન પર બેસવું, સૂવું, ઊભા રહેવું. (૧૮) સચિત્ત ૧. મૂલ ૨. કંદ ૩. સ્કંધ ૪. છાલ ૫. કૂંપળ ૬. પત્ર ૭. પુષ્પ ૮. ફળ ૯. બીજ અને ૧૦. લીલી વનસ્પતિ (શાકભાજી) આદિને જાણીને ખાવી. (૨૧) જાણીને સચિત્ત જલના લેપ યુક્ત હાથ કે વાસણથી ગોચરી લેવી. Page #274 -------------------------------------------------------------------------- ________________ 274 આગમસાર–પૂર્વાર્ધ યદ્યપિ અતિચાર, અનાચાર અન્ય અનેક હોઈ શકે છે તો પણ અહીંયા અપેક્ષાથી ૨૦ અસમાધિ સ્થાન અને ૨૧ સબલ દોષ કહ્યા છે. અન્ય દોષોને યથાયોગ્ય વિવેકથી તેમાં અંતર્ભાવિત કરી લેવા જોઇએ. ત્રીજી દશાઃ તેત્રીસ આશાતના સંયમના મૂલગુણ અને ઉત્તર ગુણના દોષો સિવાય, અવિવેક અને ભક્તિના સંયોગથી ગુરુ, રત્નાધિક આદિ સાથે કરાયેલી પ્રવૃત્તિને આશાતના કહેવાય છે. તેનાથી સંયમ દૂષિત થાય છે અને ગુણો નાશ થાય છે. વિનય વિવેકના સદ્ભાવમાં જ ગુણોની વૃદ્ધિ થાય છે અને પાપ કર્મનો બંધ થતો નથી. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે. એવં ધમ્મસ વિણઓ મૂલ, પરમો સે મોક્નો.- જેણ કિર્તિ સુયં સિગ્યે નિસેસ ચાભિગ૭ઈI - અ.૯, ૧.૨, ગા.૨ જયં ચરે જયં ચિઠે, જયં માસે જયં સએ.- જયં ભુજંતો ભાસંતો, પાવકર્મા ન બંધઈi -દશ.અ.૪,ગા.૮ મોટાનો વિનય ન કરવો અને અવિનય કરવો; આ બંને આશાતના છે. આશાતના દેવ ગુરુની અને સંસારના કોઈપણ પ્રાણીની થઈ શકે છે તેમજ ધર્મ સિદ્ધાંતોની પણ આશાતના થઈ શકે છે. તેથી આશાતનાની વિસ્તૃત પરિભાષા આ પ્રકારે છે– દેવગુરુની વિનયભક્તિ ન કરવી, અવિનય અભક્તિ કરવી, તેઓની આજ્ઞાનો ભંગ કરવો અથવા નિંદા કરવી, ધર્મ સિદ્ધાંતોની અવહેલના કરવી કે વિપરીત પ્રરૂપણા કરવી અને કોઈ પણ પ્રાણી પ્રત્યે અપ્રિય વ્યવહાર કરવો, તેઓની નિંદા તિરસ્કાર કરવી તે “આશાતના” કહેવાય છે. લૌકિક ભાષામાં તેને અસભ્ય વ્યવહાર કહેવાય છે. આ બધી અપેક્ષાઓથી આવશ્યક સૂત્રમાં ૩૩ આશાતનાના વિષયોનું કથન ક્યું છે. મોટાઓની સાથે ચાલવા, બેસવા અને ઊભા રહેવામાં, આહાર, વિહાર, નિહાર સંબંધી સમાચારીના કર્તવ્યોમાં, બોલવામાં, શિષ્ટાચારમાં, ભાવોમાં અને આજ્ઞા પાલનમાં અવિવેક, અભક્તિથી પ્રવર્તન કરવું તે “આશાતના છે. તાત્પર્ય એ છે કે મોટાની સાથે પ્રત્યેક પ્રવૃત્તિમાં સભ્યતા, શિષ્ટતા રાખવી અને જે વ્યવહાર પ્રવર્તાવવાથી મોટાનું ચિત્ત પ્રસન્ન રહે તેવી રીતે જ પ્રત્યેક પ્રવૃત્તિ કરવી જોઇએ. તેત્રીસ આશાતનાઓ માટે જુઓ–પરિશિષ્ટ.(પાના નં ૨૪૯) ચોથી દશાઃ આચાર્યની આઠ સંપદા સાધુ-સાધ્વીજીઓના સમુદાયની સમુચિત્ત વ્યવસ્થા માટે આચાર્યનું હોવું નિતાન્ત આવશ્યક હોય છે. વ્યવહાર સૂત્ર ઉદ્દેશક ત્રીજામાં નવ દીક્ષિત (ત્રણ વર્ષની દીક્ષા પર્યાય સુધીના) બાળક(૧૬ વર્ષની ઉમર સુધીના) અને તરુણ (૪૦ વર્ષની વય સુધીના) સાધુ–સાધ્વીજીઓને આચાર્ય અને ઉપાધ્યાયની નિશ્રા વિના રહેવાનો સ્પષ્ટ નિષેધ છે, સાથે જ શીધ્રપણે પોતાના આચાર્ય, ઉપાધ્યાયનો નિશ્ચય કરવાનું ધ્રુવ વિધાન કર્યું છે. સાધ્વીજી માટે પ્રવર્તિનીની નિશ્રા સહિત ત્રણ પદવીધરોની નિશ્રા હોવી જરૂરી કહી છે. એ પદવીધર શિષ્ય શિષ્યાઓના વ્યવસ્થાપક અને અનુશાસક હોય છે. તેથી તેઓમાં વિશિષ્ટ ગુણોની યોગ્યતા હોવી જરૂરી છે. વ્યવહાર સૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં તેઓની આવશ્યક અને ઔચિત્તય પૂર્ણ યોગ્યતાના ગુણ કહ્યા છે. પ્રસ્તુત દશામાં આચાર્યના આઠ મુખ્ય ગુણો કહ્યા છે. જેમ કે ૧. આચાર સંપન્ન - સંપૂર્ણ સંયમ સંબંધી જિનાજ્ઞાનું પાલન કરનારા, ક્રોધ-માનાદિ કષાયોથી રહિત સુંદર સ્વભાવવાળા હોય. ૨. શ્રુત સમ્પન્ન – આગમોક્ત અનુક્રમ અનુસાર અનેક શાસ્ત્રોને કંઠસ્થ કરનારા અને તેના અર્થ–પરમાર્થને ધારણ કરનારા હોય. ૩. શરીર સમ્પન્ન:- સમુચિત્ત સંહનન, સંસ્થાનવાળા, સશક્ત અને સ્વસ્થ શરીરવાળા હોય. ૪. વચન સમ્પન્ન – આદેય વચનવાળા, મધુર વચનવાળા, રાગદ્વેષ રહિત અને ભાષા સંબંધી દોષોથી રહિત વચન બોલાનારા હોય. ૫. વાચના સમ્પન્ન :- સૂત્રોના પાઠોના ઉચ્ચારણ કરવા અને કરાવવામાં, અર્થ પરમાર્થને સમજાવવામાં તથા શિષ્યની ક્ષમતા યોગ્યતાનો નિર્ણય કરીને શાસ્ત્ર જ્ઞાન દેવામાં નિપુણ હોય. યોગ્ય શિષ્યોને રાગદ્વેષ-કષાય રહિત થઈને અધ્યયન કરાવવાના સ્વભાવવાળા હોય. ૬. મતિ સમ્પન્નઃ - સ્મરણ શક્તિ સમ્પન્ન અને ચાર પ્રકારની બુદ્ધિથી યુક્ત, બુદ્ધિમાન હોય અર્થાત્ ભોળા ભદ્રિકન હોય. ૭. પ્રયોગ મતિ સમ્પન્ન :- વાદ વિવાદમાં એટલે શાસ્ત્રાર્થમાં, પ્રશ્નો અથવા જિજ્ઞાસાઓના સમાધાન દેવામાં, પરિષદનો વિચાર કરીને યોગ્ય વિષયનું વિશ્લેષણ કરવામાં સક્ષમ હોય, તેવા વ્યવસ્થામાં કુશળ હોય, તેમને સમય પર ઉચિત્ત બુદ્ધિની ફુરણા થાય, સમય પર તેઓ યોગ્ય લાભદાયક નિર્ણય અને પ્રવર્તન કરી શકે. ૮. સંગ્રહ પરિજ્ઞા સમ્પન્ન:- સાધુ-સાધ્વીની ઉપધિની અને વિચરણની વ્યવસ્થા તથા ધર્મ પ્રભાવના દ્વારા શ્રાવક-શ્રાવિકાઓની ભક્તિ, નિષ્ઠા, જ્ઞાન, વિવેકની વૃદ્ધિ કરવાવાળા, જેનાથી સંયમના આવશ્યક વિચરણ ક્ષેત્ર, ઉપધિ, આહારની ઉપલબ્ધિ થતી રહે તેમજ ચતુર્વિધ સંઘમાં બધા શ્રમણ-શ્રમણી નિરાબાધ સંયમ આરાધના કરતા રહે. આચાર્યનું શિષ્યો પ્રત્યે કર્તવ્ય:૧. સંયમ સંબંધી અને ત્યાગ તપ સંબંધી સમાચારનું જ્ઞાન કરાવવું અને તેના પાલનમાં વ્યસ્ત રાખવા, સમૂહમાં રહેવાની કે એકલા રહેવાની વિધિઓ અને આત્મ સમાધિના ઉપાયોના જ્ઞાનનો અભ્યાસ કરાવવો. ૨. આગમોનો ક્રમથી અભ્યાસ કરાવવો, અર્થ જ્ઞાન કરાવીને તેનાથી કેવી રીતે હિત-અહિત થાય છે તે સમજાવવું અને તેનાથી પૂર્ણ આત્મ કલ્યાણ સાધવાનો બોધ આપતા થકા પરિપૂર્ણ વાચના આપવી. ૩. શિષ્યોની શ્રદ્ધાને પૂર્ણ રૂપથી દઢ બનાવવી અને જ્ઞાનમાં તેમજ ગુણમાં પોતાના સમાન બનાવવાનો પ્રયત્ન કરવો. Page #275 -------------------------------------------------------------------------- ________________ jainology 275 આગમસાર ૪. શિષ્યોમાં ઉત્પન્ન થયેલ દોષ, કષાય, કલેશ, આકાંક્ષાઓનું ઉચિત્ત ઉપાયો દ્વારા શમન કરવું. એવું કરતા થકા પણ પોતાના સંયમ ગુણોની અને આત્મ સમાધિની પૂર્ણ રૂપથી સુરક્ષા અને વૃદ્ધિ કરતા રહેવું. શિષ્યોનો ગણ અને આચાર્ય પ્રત્યે કર્તવ્ય:૧. આવશ્યક ઉપકરણોની પ્રાપ્તિ, સુરક્ષા અને વિભાજનમાં ગુરુજનોને અનુકૂલ વર્તન કરવું. ૨. હંમેશાં આચાર્ય અને ગુરુજનોને અનુકૂલ વર્તન કરવું. ૩. ગણના યશની વૃદ્ધિ, અપયશનું નિવારણ તેમજ રત્નાધિકોનો યથાયોગ્ય આદરભાવ અને સેવા કરવામાં સિદ્ધહસ્ત હોવું. ૪. શિષ્ય વૃદ્ધિ અને તેના સંરક્ષણ–શિક્ષણમાં આચાર્ય–ઉપાધ્યાયને સહયોગી થવું. રોગી સાધુઓની યથાયોગ્ય સાર સંભાળ કરવી તેમજ મધ્યસ્થ ભાવથી સાધુઓમાં શાંતિ, સમાધિ જાળવવી. પાંચમી દશા ચિત્ત સમાધિના દસ બોલ જેવી રીતે સાંસારિક આત્માને ધન-વૈભવ ભૌતિક સામગ્રીની પ્રાપ્તિ થવા પર આનંદનો અનુભવ થાય છે, તેવી રીતે આત્મગુણોની અનુપમ ઉપલબ્ધિમાં આત્માર્થી મુમુક્ષુઓને અનુપમ આનંદરૂપ ચિત્ત સમાધિની પ્રાપ્તિ થાય છે. તે દસ ઉપલબ્ધિઓ આ પ્રમાણે છે ૧. અનુપમ ધર્મભાવની પ્રાપ્તિ કે વૃદ્ધિ થવાથી. ૨. જાતિસ્મરણ જ્ઞાન થવાથી. ૩. અત્યંત શુભ સ્વપ્ન જોવાથી. ૪. દેવ દર્શન થવાથી. ૫. અવધિજ્ઞાન થવાથી. ૬. અવધિ દર્શન થવાથી. ૭. મન:પર્યવજ્ઞાન થવાથી. ૮. કેવળજ્ઞાન થવાથી. ૯. કેવલદર્શન ઉત્પન્ન થવાથી. ૧૦. કર્મોથી મુક્ત થવાથી. - છઠ્ઠી દશાઃ શ્રાવક પડિયા શ્રાવકનો પ્રથમ મનોરથ આરંભ પરિગ્રહની નિવૃત્તિમય સાધના કરવાનો છે. તે નિવૃત્તિ સાધનાના સમયે વિશિષ્ટ સાધના માટે શ્રાવકની પડિમાઓને અર્થાત્ વિશિષ્ટ પ્રતિજ્ઞાઓને શ્રાવક ધારણ કરી શકે છે. અનિવૃત્ત સાધના સમયમાં પણ શ્રાવક સમકિત સહિત સામાયિક, પૌષધ આદિ બાર વ્રતોનું આરાધન કરે છે, પરંતુ તે સમયે તે અનેક પરિસ્થિતિઓ તેમજ જવાબદારીઓના કારણે અનેક આગારોની સાથે તે સમક્તિ અને વ્રતોને ધારણ કરે છે પરંતુ નિવૃત્તિમય અવસ્થામાં આગારો રહિત ઉપાસક પડિમાઓનું પાલન દઢતાની સાથે કરે છે. અગિયાર પડિમા :૧. પહેલી પડિમા:- આગાર રહિત નિરતિચાર સમ્યક્ત્વની વિશિષ્ટ પ્રતિજ્ઞાનું પાલન, એમાં પહેલા ધારણ કરેલા અનેક નિયમ તથા બાર વ્રતોનું પૂર્વ પ્રતિજ્ઞા અનુસાર આગાર સહિત પાલન કરે છે. તે નિયમોને છોડતા નથી. ૨. બીજી પડિમા – સમકિતની વિશિષ્ટ પ્રતિજ્ઞા સાથે અનેક નાના મોટા નિયમ પ્રત્યાખ્યાન અતિચાર રહિત અને આગાર રહિત પાલન કરવાની પ્રતિજ્ઞા કરવી અને યથાવત્ તેનું પાલન કરવું. ૩. ત્રીજી પડિમા:- સવાર, બપોર અને સાંજે નિયત સમય પર નિરતિચાર અને આગાર રહિત શુદ્ધ સામાયિક કરે અને ૧૪ નિયમ પણ નિયમિત પૂર્ણ રૂપથી આગાર રહિત ધારણા કરી યથાવત્ પાલન કરે. ૪. ચોથી પડિમા:- ઉપવાસ યુક્ત છ પૌષધ(બે આઠમ, બે પાંચમ, અમાસ, પૂર્ણિમાના દિવસે) આગાર રહિત નિરતિચાર આરાધના કરે. ૫. પાંચમી પડિમા:- પૌષધના દિવસોમાં સંપૂર્ણ રાત્રિ અથવા મર્યાદિત સમય સુધી કાયોત્સર્ગ કરવો. ૬. છઠ્ઠી પડિમા:- બ્રહ્મચર્યનું આગાર રહિત પરિપૂર્ણ પાલન કરવું તે સાથે નિમ્ન નિયમ રાખવાઃ (૧) સ્નાન ત્યાગ (૨) રાત્રિ ભોજન ત્યાગ (૩) ધોતીની પાટલી(ગાંઠ) ખુલ્લી રાખવી,પાછળ ખોસેલી ન રાખવી અથવા ટાઈટ કપડા ન પહેરવા. ૭. સાતમી ડિમા - આગાર રહિત સચિત્ત વસ્તુ ખાવાનો ત્યાગ કરે. ૮. આઠમી પડિમા:- આગાર રહિત સ્વયં હિંસા કરવાનો ત્યાગ કરવો. ૯. નવમી પડિમા – બીજા પાસે સાવધ કાર્ય કરાવવાનો આગાર રહિત ત્યાગ અર્થાત્ ધર્મકાર્ય સિવાય કોઈ કાર્યની પ્રેરણા, નિર્દેશ, આદેશ ન કરવો. ૧૦. દસમી પડિમા:- સાવધકાર્યની અનુમોદનાનો પણ ત્યાગ કરવો અર્થાત્ પોતાના માટે બનાવેલા આહારાદિ કોઈ પણ પદાર્થ ન લેવા. ૧૧. અગિયારમી પડિમા:- શ્રમણ જેવો વેશ અને ચર્યા ધારણ કરવા, પરંતુ લોચ કરવો, વિહાર કરવો, સામુદાનિક ગોચરી કરવી અને આજીવન સંયમ ચર્યા ધારણ કરવી ઇત્યાદિનો તેમાં પ્રતિબંધ(આગ્રહ) નથી તેથી તે ભિક્ષા આદિના સમયે સ્વયંને પડિમાધારી શ્રાવક કહે છે અને જ્ઞાતીજનોના ઘરમાં જ ગોચરી જાય છે. આગળ આગળની પડિમાઓમાં પહેલાં પહેલાંની પડિમાઓનું પાલન કરવું આવશ્યક હોય છે. સાતમી દશાઃ ભિક્ષની બાર પડિમા સાધુનો બીજો મનોરથ છે કે જ્યારે હું એકલ વિહારની પ્રતિજ્ઞા ધારણ કરીને વિચરણ કરું ભિક્ષુ પ્રતિમા પણ આઠ મહિના એકલ વિહારની પ્રતિજ્ઞા સહિત હોય છે. વિશિષ્ટ સાધના માટે અને કર્મોની અત્યધિક નિર્જરાને માટે આવશ્યક યોગ્યતાથી સંપન્ન ગીતાર્થ(બહુશ્રુત) સાધુ આ બાર પડિમાઓને ધારણ કરી શકે છે. અનેક પ્રકારની સાધનાઓ તેમજ પરીક્ષાઓ પછી જ યોગ્ય શ્રમણને ભિક્ષુની પડિમા ધારણ કરવાની આજ્ઞા અપાય છે. પ્રતિમાધારીના વિશિષ્ટ નિયમ:૧. દાતાનો એક પગ ડેલીની અંદર અને એક પગ ડેલીની બહાર હોય, સ્ત્રી ગર્ભવતી ન હોય, એક વ્યક્તિનું ભોજન હોય, તેમાંથી જ વિવેકની સાથે લેવું. ૨. દિવસમાં ત્રણ ભાગની કલ્પના કરી, તેમાંથી કોઈ એક ભાગમાં ગોચરી લાવીને વાપરવી. Page #276 -------------------------------------------------------------------------- ________________ 276 આગમસાર–પૂર્વાર્ધ ૩. છ પ્રકારની ભ્રમણ વિધિના કોઈપણ અભિગ્રહથી ગોચરી લેવા જવું. ૪. અજ્ઞાત ક્ષેત્રમાં બે દિવસ અને પરિચિત્ત ક્ષેત્રોમાં એક દિવસથી વધુ ન રહેવું. ૫. ચાર કારણો સિવાય મૌન જ રહેવું. ધર્મ ઉપદેશ પણ ન દેવો. ૬-૭. ત્રણ પ્રકારની શય્યા અને ત્રણ પ્રકારના સંસ્તારકનો જ ઉપયોગ કરવો. ૮–૯. સાધુના રહ્યા પછી તે સ્થાન પર કોઈ સ્ત્રી-પુરુષ આવે, રહે અથવા આગ લાગી જાય તો પણ સાધુ બહાર નીકળે નહિ. ૧૦-૧૧. પગમાંથી કાંટો અને આંખમાંથી રજ(ધૂળ) આદિ કાઢે નહિ. ૧૨. સૂર્યાસ્ત પછી એક ડગલું પણ ચાલે નહિ. રાત્રે મલ–મૂત્રની બાધા થવા પર જઈ – આવી શકે. ૧૩. હાથ–પગ ઉપર સચિત્ત રજ લાગી જાય તો તેનું પ્રમાર્જન ન કરવું અને સ્વતઃ અચિત્ત ન થઈ જાય ત્યાં સુધી ગોચરી આદિ પણ ન જવું. ૧૪. અચિત્ત પાણીથી પણ સુખ શાંતિ માટે હાથ–પગ આદિ ધોવા નહિ. ૧૫. ચાલતી વખતે ઉન્મત્ત પશ સામે આવી જાય તો ભયથી માર્ગ છોડે નહિ. ૧૬. તડકામાંથી છાયામાં તથા છાયામાંથી તડકામાં ન જાય. આ નિયમ બધી પડિમાઓમાં જરૂરી સમજી લેવાના. પહેલી સાત પડિમાઓ એક–એક મહિનાની છે, તેમાં દત્તિની સંખ્યા એકથી સાત સુધી વધી શકે છે. આઠમી નવમીને દસમી. પડિમા સાત-સાત દિવસની એકાંતર તપયુક્ત કરવાની હોય છે. તેમાં સૂત્રોક્ત ત્રણ-ત્રણ આસનમાંથી આખી રાત કોઈ પણ એક આસન કરવાનું હોય છે. અગિયારમી પડિકામાં છઠ્ઠના તપની સાથે અહોરાત્ર(ચોવીસ કલાક) કાયોત્સર્ગ કરવામાં આવે છે. બારમી ભિક્ષુ પડિયામાં અઠ્ઠમ તપની સાથે સ્મશાન આદિમાં એક રાત્રિનો(સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી) કાયોત્સર્ગ કરવાનો હોય છે. આઠમી દશા : સમાચારી આ દશાનું નામ પર્યુષણા કલ્પ છે. આ દશાના ઉપયોગ તેમજ અવલંબનથી કલ્પસૂત્રની રચના થયેલ છે. કોઈ વિસ્તૃત સૂત્રના પાઠોની સાથે આ દશા જોડાઈ ગઈ છે. તેથી આ દશા મુળ સ્વરૂપે ઉપલબ્ધ નથી. એમાં ભિક્ષુઓના ચાતુર્માસ અને પર્યુષણ સંબંધી સમાચારીના વિષયોનું સંક્ષિપ્ત સૂચન છે. બીજા પ્રકારે ૧૦સમાચારી ઇચ્છાકાર, મિથ્થાકાર, તથાકાર, આવશ્યકી, નૈષધિકી, આપુચ્છના, પ્રતિપુચ્છના, છંદના, નિમંત્રણ, ઉપસંપદા. (વિસ્તાર માટે ઉતરાધ્યન સૂત્ર અ. ૨૬માં જોવું). નવમી દશા ત્રીસ મહામોહનીય કર્મના સ્થાન આઠ કર્મોમાં મોહનીય કર્મ પ્રબલ છે. તેમાં પણ મહામોહનીય કર્મની અવસ્થા વધુ તીવ્ર હોય છે. તેના બંધનના ૩૦ કારણો આ પ્રમાણે છે૧-૩. ત્રસ જીવોને પાણીમાં ડુબાડીને, શ્વાસ રૂંધીને, ધુમાડો કરીને મારવા.(વાંદા, ઉધઇ, મચ્છર વગેરે મારવા.) (મચ્છર અગરબતી, ઓલઆઉટ કે લક્ષમણરેખાથી ત્રસ જીવો મટે છે. લક્ષમણરેખામાં ૧% મહાઘાતક સાઇનાઇડ ઝેર હોય છે.) ૪–૫. ત્રસ જીવોને શસ્ત્ર પ્રહારથી માથુ ફોડીને અથવા મસ્તક પર ભીનું ચામડું બાંધીને મારવા. ૬. ત્રસ જીવોને ધોખો દઈને (છેતરીને) ભાલા આદિથી મારીને હસવું.(બુલફાઈટ જોવી નહિં,તેની અનુમોદના કરવી નહિં.) ૭. માયાચાર કરીને છુપાવવું કે શાસ્ત્રના અર્થને છુપાવવા. ૮. કોઈના પર મિથ્યા આરોપ લગાવવો. ૯. ભરી સભામાં મિશ્ર ભાષાનો પ્રયોગ કરી ક્લેશ ઉભો કરવો. વારા રાજાને રાજ્ય ભ્રષ્ટ કરી દેવો. ૧૧-૧૨. મિથ્યાભાવે પોતાને બ્રહ્મચારી કે બાલબ્રહ્મચારી પ્રસિદ્ધ કરવો. ૧૩. ઉપકારીના ધનનું અપહરણ કરવું. ૧૪. ઉપકારી ઉપર અપકાર કરવો. ૧૫. રક્ષક થઈને ભક્ષકનું કાર્ય કરવું. ૧૬-૧૭. અનેકોના રક્ષક નેતા કે સ્વામી આદિને મારવા. ૧૮, દીક્ષાર્થી કે દીક્ષિતને સંયમથી ચલિત કરવા. ૧૯. તીર્થકરોની નિંદા કરવી. ૨૦. મોક્ષ માર્ગની દ્રષ પૂર્વક નિન્દા કરીને, ભવ્ય જીવોને માર્ગથી ભ્રષ્ટ કરવા. ૨૧-૨૨. ઉપકારી આચાર્ય ઉપાધ્યાયની અવહેલના કરવી. તેઓનો આદર, સેવા ભક્તિ ન કરવા. ૨૩-૨૪. બહુશ્રુત કે તપસ્વી નહિ હોવા છતાં પણ પોતાને બહુશ્રુત કે તપસ્વી કહેવડાવવા. ૨૫. સમર્થ હોવા છતાં કલષિત ભાવોના કારણે સેવા ન કરવી. ૨૬. સંઘમાં ભેદ ઉત્પન્ન કરાવવો. ૨૭. જાદુ-ટોણા આદિનો પ્રયોગ કરવો. ૨૮. કામભોગોમાં અત્યધિક આસક્તિ અને અભિલાષા રાખવી. ૨૯. દેવોની શક્તિનો અસ્વીકાર કરવો અને તેમની નિંદા કરવી. ૩૦. દેવી દેવતાના નામથી જૂઠા ઢોંગ કરવા. અધ્યવસાયોની તીવ્રતા કે ક્રૂરતા હોવા પર આ પ્રવૃત્તિઓ દ્વારા મહામોહનીય કર્મનો બંધ થાય છે. દસમી દશા: નવ નિયાણા સંયમ તપની સાધના રૂપ સંપત્તિને, ભૌતિક લાલસાઓની ઉત્કટતાના કારણે આગળના ભવમાં ઐચ્છિક સુખપૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરવા માટે, દાવમાં લગાવી દેવી, તે “નિદાન'(નિયાણ) કહેવાય છે. એવું કરવાથી જો સંયમ તપની પૂંજી વધારે હોય તો કરેલું નિદાન ફળીભૂત થાય છે. પરંતુ તેનું પરિણામ હાનિકારક થાય છે. અર્થાત્ રાગ-દ્વેષાત્મક નિદાનોને કારણે નિદાન ફલની સાથે મિથ્યાત્વ તેમજ નરકાદિ દુર્ગતિની પ્રાપ્તિ થાય છે અને ધર્મભાવોના નિદાનોથી મોક્ષ પ્રાપ્તિ દૂર થઈ જાય છે. તેથી નિદાન કરણ ત્યાજ્ય છે. નવ નિદાન : Page #277 -------------------------------------------------------------------------- ________________ આગમસાર jainology 277 ૧. નિગ્રંથ દ્વારા પુરુષના ભોગોનું નિદાન.૨. નિગ્રંથી દ્વારા સ્ત્રીના ભોગોનું નિદાન.૩. નિગ્રંથ દ્વારા સ્ત્રીના ભોગોનું નિદાન. ૪. નિગ્રંથી દ્વારા પુરુષના ભોગોનું નિદાન.૫-૭જુદાજુદા સંકલ્પ દ્વારા દેવી સુખનું નિદાન ૮. શ્રાવક જીવનની પ્રાપ્તિનું નિદાન. (તેવા નિદાન વાળા સંયમ લઈ શકતા નથી.) ૯. સાધુના જીવનની પ્રાપ્તિનું નિદાન.(તેવા નિદાનથી તે ભવમાં મોક્ષ થઈ શકતું નથી.) આ નિદાનોનું ખરાબ ફળ જાણીને નિદાન રહિત તપ-સંયમની આરાધના કરવી જોઇએ. વિશેષ :- ૧. પાંચમુ નિદાન સ્વયંની દેવી, સ્વયં વિકર્વિત દેવી અને અન્યની દેવીના ભોગોની ચાહના કરવી. ૨. છઠ્ઠા નિદાનમાં અન્ય દેવોની દેવીની ચાહના કરાતી નથી. ૩. સાતમાં નિદાનમાં સ્વયંની વિફર્વેલી દેવીની પણ ઇચ્છા નથી હોતી. ૪. અનિદાનકૃત આરાધક શ્રમણને કોઈપણ ચાહના હોતી નથી, તેઓ ત્યાં સહજ દૈવિક સુખમાં જ સંતુષ્ટ રહે છે. | | દશાશ્રુતસ્કંધ સૂત્રનો સારાંશ સંપૂર્ણ પરિશિષ્ટ-૧ આઠમી દશાનું સંક્ષેપણ- પર્યુષણા કલ્પ. આ દશાનું નામ પર્યુષણા કલ્પ છે. તેનો ઉલ્લેખ ઠાણાંગ સૂત્રના દસમા ઠાણાંમાં છે તથા દશાશ્રુતસ્કંધ નિયુક્તિ ગાથા ૭ માં કપ્પો' એવું નામ પણ ઉપલબ્ધ છે. દશાશ્રુતસ્કંધ સૂત્રની બધી દશામાં સૂત્રકારે એક–એક વિષયનું જ નિરૂપણ કર્યું છે. તદનુસાર આ દિશામાં પણ પર્યુષણા કલ્પ’ સંબંધી એક વિષયનું જ પ્રતિપાદન સ્થવિર ભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીએ ક્યું હોવું જોઈએ. નિર્યુક્તિકારના સમય સુધી તેનું તે જ રૂપ રહ્યું છે. - નિર્યુક્તિકારે આ દશામાં સંયમ સમાચારીના કેટલાક વિષયોનું વિવેચન કર્યુ છે અને પ્રારંભમાં “પર્યુષણ' શબ્દની વ્યાખ્યા કરી છે. સંપૂર્ણ સૂત્રની નિક્તિ ગાથા ૬૭ છે. જેમાંથી પ્રારંભની ત્રેવીસ ગાથાઓમાં કેવળ “પર્યુષણ' શબ્દનું વિસ્તૃત વિવેચન છે. વર્તમાનમાં ઉપલબ્ધ સંક્ષિપ્ત પાઠની રચનામાં સંપૂર્ણ કલ્પસૂત્ર(પર્યુષણા કલ્પસૂત્ર) નો સમાવેશ ક્યો છે. તે કલ્પસૂત્રમાં ૨૪ તીર્થકારોના જીવનનું વર્ણન છે. તેમાં ભગવાન મહાવીરના જન્માદિનું વિસ્તૃત વર્ણન છે અને શેષ તીર્થકરોના જન્માદિનું સંક્ષિપ્ત વર્ણન છે. ત્યાર પછી એ સૂચિત્ત ક્યું છે કે ભગવાન મહાવીર સ્વામીને નિર્વાણ થયે ૯૮૦ વર્ષ વીતી ગયા છે અને પાર્શ્વનાથ ભગવાનને મોક્ષ ગયે ૧૨૩૦ વર્ષ થયા છે. વીર નિર્વાણ બાદ એક હજાર વર્ષની અવધિમાં થયેલા આચાર્યોની સ્થવિરાવલી છે. અંતમાં ચાતુર્માસ સમાચારી છે. ચિંતન કરવાથી આ વિભિન્ન વિષયોના બારસો શ્લોક પ્રમાણ જેટલી મોટી આઠમી દશા હોવાનું પ્રતીત થતું નથી. નિર્યુક્તિની એકસઠ ગાથાઓમાં આવેલા વિષયોનો સારાંશ આ પ્રમાણે છે૧. સાધુ સાધ્વીએ વર્ષાવાસના એક મહિનો વીસ દિવસ વીત્યા પછી અર્થાત્ ભાદરવા સુદ પાંચમના પર્યુષણા(સંવત્સરી) કરવી જોઇએ.(અહીં વ્યાખ્યાકારોએ પચાસ પૃષ્ણ જેટલી વ્યાખ્યામાં ક્યાંય ભગવાન મહાવીરનું નામ બતાવ્યું નથી પરંતુ સાધુ-સાધ્વીના નામથી જ આ સૂત્રની વ્યાખ્યા કરી છે.) ૨. સાધુ સાધ્વી જે મકાનમાં નિવાસ કરે ત્યાંથી તેઓએ દરેક દિશામાં અર્ધા ગાઉ સહિત અડધા યોજનથી આગળ ન જવું જોઇએ. ૩. ચાતુર્માસમાં સાધુ-સાધ્વીજીઓએ વિનયનું સેવન કરવું ન જોઈએ. રોગાદિ કારણે વિનયનું સેવન કરવું પડે તો આચાર્યાદિની આજ્ઞા લઈને કરવું જોઇએ. ૪. વર્ષાવાસમાં સાધુ-સાધ્વીને શય્યા સંતારક ગ્રહણ કરવું કલ્પે છે. અર્થાત્ જીવ રક્ષા હેતુ આવશ્યક સમજવું જોઇએ. ૫. વર્ષાવાસમાં સાધુ-સાધ્વીને ત્રણ માત્રક ગ્રહણ કરવાનું કહ્યું છે. જેમ કે– (૧) ઉચ્ચાર(વડીનીતનું) માત્રક, (૨) પ્રશ્રવણ માત્રક, (૩) ખેલ-કફ માત્રક. ૬. સાધુ-સાધ્વીઓએ પર્યુષણ પછી ગાયના રોમ જેટલા વાળ રાખવા કલ્પતા નથી અર્થાત્ ગાયના રોમ જેટલા વાળ હોય તોપણ સંવત્સરી પહેલાં લોચ કરવો જરૂરી છે. ૭. સાધુ-સાધ્વીએ ચાતુર્માસમાં પૂર્વભાવિત શ્રદ્ધાવાન સિવાય કોઈને પણ દીક્ષા દેવી કલ્પતી નથી. ૮. ચાતુર્માસમાં સાધુ-સાધ્વીઓએ સમિતિ ગુપ્તિની વિશેષ રૂપથી સાવધાની રાખવી જોઇએ. ૯. સાધુ-સાધ્વીઓએ પર્યુષણ પછી કોઈ પણ પૂર્વ કલેશ(કષાય)ને અનુપશાંત રાખવો કલ્પતો નથી. ૧૦. સાધુ-સાધ્વીઓએ આખા વર્ષના બધા પ્રાયશ્ચિત્ત તપોને ચાતુર્માસ દરમ્યાન (પૂરા) કરી લેવા જોઇએ. ૧૧. ચાતુર્માસ કરતા સાધુ-સાધ્વીઓએ પર્યુષણના દિવસે સહેજ પણ આહાર ન લેવો જોઇએ. આ પછી તિર્થંકરોનું વર્ણન આવે છે, સમવાયાંગના અંતમાં તિર્થંકર ગંડીકા,(થોકડો) છે પાના નં-૨૨૩. ગાથા ૩૦૫ થી ૩૧૩ માં :- આઠ સુક્ષમ સાવધાની પૂર્વક પ્રતિલેખના કરવા યોગ્ય છે. જતના કરવા યોગ્ય છે, અનુકંપાથી રક્ષવા યોગ્ય છે. જેની અડવા માત્રથી પણ વિરાધના થાય છે. પ્રાણ સુક્ષમ, પનક સુક્ષમ, બીજ સુક્ષમ, હરિત સુક્ષમ, પુષ્પ સુક્ષમ, અંડ સુક્ષમ, લયન સુક્ષમ, સ્નેહ સુક્ષમ . ૧). પ્રાણ સુક્ષમ તે શરીરથી સુક્ષમ અત્યંત બારીક જે સાધારણ જોવાથી ન દેખી શકાય તેવા બેઈન્દ્રીય તેઈન્દ્રીય ચૌરેન્દ્રીય વગેરે સુક્ષમ જીવો કંથવા, ઝીણી ઈયળ વગેરે જેવા. ૨). પનક સુક્ષમ તે પાંચ પ્રકારની સેવાળ, લીલ, ફૂગ વગેરે. ૩). બીજ સુક્ષમ તે વડનાં બીજ, ઉલૂરનાં બીજ જેવા સુક્ષમ બીજ . ૪). હરિત સુક્ષમ તે કૂણી અને ઝીણી વનસ્પતિ, અંકુરા પ્રમુખ. પુષ્પ સુક્ષમ તે વડ ઉબરાના ફૂલ તથા અન્ય પણ દરેક જાતનાં ફૂલ કૂણા હોવાથી અનંતકાય જ ગણાય છે. જેનોને ફૂલ ત્યાજય જ છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 278 ૬). અંડ સુક્ષમ તે મધમાખી કરોળીયા કડી છીપકલી કાંચીડા વગેરેનાં ઈંડા. આ ઈડા બેઈન્દ્રીય તેઈન્દ્રીય ચૌરેન્દ્રીય ના શરીરથી નથી નીકળતાં, પણ તેવી યોનીનાં સંયોગથી તેમનાં શરીરનાં અશુચી પદાર્થમાં સુક્ષમ શરીરથી તેવાજ જીવો ઉતપન્ન થાય છે. ૭). લયન સુક્ષમ તે બિલ, છિદ્ર, ઘર- તે જીવ સહિત કે જીવ રહિત હોય તો પણ તે જીવોનું નિવાસ સ્થાન છે. પગ આવતાં જમીનની તિરાડ કે છિદ્ર પુરાઈ જાય છે તેથી જીવો અંદર કે બહાર રહી જાય છે. આવા સુક્ષમ ઘરોની જતના કરવી, જોઈને ચાલવું. ૮). સ્નેહ સુક્ષમ તે ધુમ્મસ કરા બરફ જાકળ ઓસ હિમ, ઘાસનાં અગ્રભાગ પરનું સુક્ષમ જલ બદું. આવા કોહરામાં પણ બહાર જવું સાધુસાધ્વીને કલપતું નથી. શરીરની ગરમીથી તે સ્નેહ સુક્ષમની વિરાધના થાય છે. પરિશિષ્ટ-૨ઃ વિનય અને આશાતનાનો બોધ દિશા-૩] ભગવતીસૂત્રમાં વીતરાગ ધર્મનું મૂળ– “વિનય' કહ્યું છે. દશવૈo અo ૯માં વૃક્ષની ઉપમા આપીને કહ્યું છે કે “જેમ વૃક્ષના મૂલથી જ સ્કંધ આદિ બધા વિભાગોનો વિકાસ થાય છે, તેમ ધર્મનું મૂલ વિનય છે અને તેનું અંતિમ ફળ મોક્ષ છે; વિનયથી જ કીર્તિ, શ્રુત, ગ્લાધા અને સંપૂર્ણ ગુણોની પ્રાપ્તિ થાય છે. વિનય બધા ગુણોનો પ્રાણ છે. જેવી રીતે નિપ્રાણ શરીર નિરૂપયોગી થઈ જાય છે તેવી રીતે વિનયના અભાવમાં બધા ગુણોનો સમૂહ વ્યર્થ થઈ જાય છે. અર્થાત્ વિનય રહિત વ્યક્તિ કંઈ પણ પ્રગતિ કરી શકતી નથી. અવિનીત શિષ્યને બૃહત્કલ્પ સૂત્ર ઉ.૪માં શાસ્ત્રની વાચનાને માટે અયોગ્ય બતાવ્યા છે. ગુરુનો વિનય ન કરવો કે અવિનય કરવો એ બંને આશાતનાના પ્રકાર છે. આશાતના દેવ-ગુરુની તથા સંસારના કોઈપણ પ્રાણીની થઈ શકે છે. ધર્મ સિદ્ધાંતોની પણ આશાતના થઈ શકે છે. તેથી આશાતનાની વિસ્તૃત પરિભાષા આ પ્રકારે થાય છે : દેવ-ગુરુની વિનય ભક્તિ ન કરવી, અવિનય અભક્તિ કરવી, તેઓની આજ્ઞાનો ભંગ કરવો કે તેઓની નિંદા કરવી, ધર્મ સિદ્ધાંતોની અવહેલના કરવી. વિપરીત પ્રરૂપણા કરવી અને કોઈપણ પ્રાણી સાથે અપ્રિય વ્યવહાર કરવો, તેમની નિંદા કે તિરસ્કાર કરવો તે આશાતના” છે. લૌકિક ભાષામાં તેને અસભ્ય વ્યવહાર કહેવાય છે. આવશ્યક સૂત્રના ચોથા અધ્યાયમાં તેત્રીસ આશાતનાઓમાં આવી અનેક પ્રકારની આશાતનાઓનું કથન છે. પરંતુ આ ત્રીજી દશામાં ફક્ત ગુરુ અને રત્નાધિક(અધિક સંયમ પર્યાયવાળા) ની આશાતનાનું કથન કર્યું છે. નિશીથ સૂત્રના દસમાં ઉદ્દેશકમાં ગુરુ અને રત્નાધિકની આશાતનાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને તેરમા અને પંદરમાં ઉદ્દેશકમાં ક્રમશઃ ગૃહસ્થ તથા સામાન્ય સાધુસાધ્વીની આશાતનાના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. ગુરુ અને રત્નાધિકની તેત્રીસ આશાતના આ પ્રકારે છે– ચાલવું, ઊભા રહેવું અને બેસવું ત્રણ ક્રિયાઓની અપેક્ષાએ નવ આશાતના કહી છે. ગુરુ કે રત્નાધિકની. આગળ કે સમશ્રેણીમાં અથવા પાછળ અત્યંત નિકટ ચાલવાથી તેઓની આશાતના થાય છે. તે ૧થી ૯ // - ગુરુની આગળ ચાલવું અવિનય આશાતના છે. સમકક્ષ ચાલવ વિનય-અભાવ આશાતના છે. પાછળ અત્યંત નિકટ ચાલવું અવિવેક આશાતના છે. એવી રીતે ઊભા રહેવા અને બેસવાના વિષયમાં પણ સમજી લેવું જોઇએ. આ આશાતનાઓથી શિષ્યના ગુણો નાશ પામે છે, લોકોમાં અપયશ થાય છે અને તે ગુરુકૃપા મેળવી શકતા નથી. તેથી ગુરુ કે રત્નાધિકની સાથે બેસવું, ચાલવું, ઊભા રહેવું હોય તો તેઓથી થોડા પાછળ યા દૂર રહેવું જોઇએ. જો તેઓની સામે બેસવું હોય તો યોગ્ય દરીએ વિવેક રાખી બેસવ જોઇએ. જો ગુરુથી થોડું દૂર ચાલવું હોય તો વિવેકપૂર્વક આગળ પણ ચાલી શકાય છે. ગુરુ યા રત્નાધિકની આજ્ઞા(આદેશ) થવા પર આગળ કે પાર્શ્વભાગમાં અથવા નજીકમાં ક્યાંય પણ બેસવા આદિમાં આશાતના થતી નથી. શેષ આશાતનાઓનો સારાંશ એ છે કે ગુરુ યા રત્નાધિકની સાથે જવું, આવવું, આલોચનાદિ પ્રવૃત્તિઓમાં શિષ્ય ખાસ ધ્યાન રાખવું કે દરેક પ્રવૃત્તિઓ તેઓના ર્યા પછી જ કરે. તેઓના વચનોને શાંત મનથી સાંભળીને સ્વીકાર કરે. અશનાદિ આહાર પહેલાં તેઓને બતાવે. તેઓને પૂછયા વિના કોઈ કાર્ય કરે નહિ. તેઓની સાથે આહાર કરતી વખતે આસક્તિથી મનોજ્ઞ આહાર ન ખાય, તેઓની સાથે વાર્તાલાપ કરતી વખતે કે વિનયભક્તિ કરવામાં અને દરેક વ્યવહાર કરતી વખતે તેઓનું પૂર્ણ સન્માન રાખે. તેઓના શરીરની અને ઉપકરણોની પણ કોઈપણ પ્રકારે અવજ્ઞા ન કરે. ગુરુ કે રત્નાધિકની આજ્ઞાથી જો કોઈ પ્રવૃત્તિ કરે અને તેમાં આશાતના દેખાય તો તે આશાતના કહેવાતી નથી. પ્રત્યેક શિષ્ય આશાતનાઓ સમજીને પોતાના જીવનને વિનયશીલ બનાવે અને આશાતનાઓથી બચે. કારણ કે ગુરુ યા રત્નાધિકની આશાતનાથી આ ભવ અને પરભવમાં આત્માનું અહિત થાય છે. આ વિષયનું દષ્ટાંતો સહિત સ્પષ્ટ વર્ણન દશવૈ. અ. ૯માં છે. પ્રત્યેક સાધકે તે અધ્યયનનું મનન અને પરિપાલન કરવું જોઇએ. પરિશિષ્ટ-૩ઃ આઠ સંપદાવાન આચાર્યનું નેતૃત્વ દિશા–૪] ૧. સર્વપ્રથમ આચાર્યનું ‘આચાર સંપન્ન હોવું આવશ્યક છે કારણ કે આચારની શુદ્ધિથી જ વ્યવહાર શુદ્ધ થાય છે. ૨. અનેક સાધકોના માર્ગદર્શક હોવાથી “શ્રુતજ્ઞાનથી સંપન્ન હોવું પણ જરૂરી છે. બહુશ્રુત જ સર્વત્ર નિર્ભય વિચરણ કરી શકે છે. ૩. જ્ઞાન અને ક્રિયા પણ “શારીરિક સૌષ્ઠવ’ હોવા પર જ પ્રભાવક થઈ શકે છે. રુણ યા અશોભનીય શરીર ધર્મ પ્રભાવનામાં સહાયક થઈ શકતું નથી. ૪. ધર્મના પ્રચાર પ્રસારમાં પ્રમુખ સાધન વાણી પણ છે તેથી ત્રણ સંપદાઓની સાથે ‘વચનસંપદા' પણ આચાર્ય માટે અત્યંત જરૂરી છે. ૫. બાહ્ય પ્રભાવની સાથોસાથ યોગ્ય શિષ્યોની સંપદા પણ આવશ્યક છે. કારણ કે સર્વગુણ સંપન્ન વ્યક્તિ પણ એકલી વિશાળ કાર્યક્ષેત્રમાં અધિક સફળ થઈ શકે નહિ. તેથી વાચનાઓ દ્વારા અનેક બહુશ્રુત ગીતાર્થ પ્રતિભા સંપન્ન શિષ્યોને તૈયાર કરવાના રહે છે. તેથી ‘વાચનાદેવામાં કુશળ' હોવું જરૂરી છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ jainology I આગમસાર ૬. શિષ્ય પણ વિભિન્ન તર્ક, બુદ્ધિ, રુચિ આચારવાળા હોય છે. તેથી આચાર્યનું બધાના સંરક્ષણ તથા સંવર્ધનને યોગ્ય બહુમુખી બુદ્ધિ સંપન્ન’ હોવું જરૂરી છે. 279 ૭. વિશાળ સમુદાયમાં અનેક પરિસ્થિતિ તથા મુશ્કેલીઓ ઊભી થતી રહે છે. તેનું યથાસમય શીઘ્ર યોગ્ય સમાધાન કરવા માટે “ મતિસંપદા' ની સાથે જ પ્રયોગમતિ સંપદા હોવી પણ જરૂરી છે. અન્ય અનેક મતમતાંતરોનો સૈદ્ધાન્તિક વિવાદ યા શાસ્ત્રાર્થનો પ્રસંગ ઉપસ્થિત થવા પર યોગ્ય રીતે તેનો પ્રતિકાર કરવાનો હોય છે. એવા સમયમાં તર્ક, બુદ્ધિ અને શ્રુતનો પ્રયોગ ધર્મની અત્યધિક પ્રભાવના કરનારા થાય છે. ૮. ઉપરોક્ત ગુણોથી ધર્મની પ્રભાવના થવા પર સર્વત્ર યશની વૃદ્ધિ થવાથી શિષ્ય પરિવારની વૃદ્ધિ થવી તે સ્વાભાવિક છે. વિશાળ શિષ્ય સમુદાયના સંયમની યથાવિધિ આરાધના થઈ શકે તેના માટે વિચરણ ક્ષેત્ર, ઉપધિ, આહારાદિની સુલભતા તથા અધ્યયન, સેવા, વિનય વ્યવહારની ‘યોગ્ય વ્યવસ્થા’ અને સંયમ સમાચારીના પાલનની દેખરેખ સારણા–વારણા પણ સુવ્યવસ્થિત હોવી અતિ આવશ્યક છે. આ રીતે આઠે સંપદા પરસ્પર એકબીજાની પૂરક તથા સ્વતઃ મહત્ત્વશીલ છે. એવા ગુણોથી યુક્ત આચાર્યનું હોવું પ્રત્યેક ગણ(ગચ્છ સમુદાય) માટે અનિવાર્ય છે. જેમ કુશળ નાવિક વિના નૌકાના યાત્રિકોએ સમુદ્રમાં પૂર્ણ સુરક્ષાની આશા રાખવી અનુચિત્ત છે એવી રીતે આઠ સંપદાઓથી યુક્ત આચાર્યના અભાવમાં સંયમ સાધકોની સાધના હંમેશાં વિરાધના રહિત રહે અથવા તેમની સર્વ શુદ્ધ આરાધના થાય એ પણ કઠિન છે. પ્રત્યેક સાધકનું પણ એ કર્તવ્ય છે કે તે જ્યાં સુધી પૂર્ણ યોગ્ય અને ગીતાર્થ—બહુશ્રુત ન બને ત્યાં સુધી ઉપરોક્ત યોગ્યતાથી સંપન્ન આચાર્યના નેતૃત્વમાં જ પોતાનું સંયમી જીવન સુરક્ષિત રહે તે માટે તેણે સદા પ્રયત્નશીલ રહેવું જોઇએ. કોઈ કર્મ સંયોગવશ શ્રેષ્ઠ યોગ્યતાથી રહિત ગુરુ—આચાર્ય યા ગચ્છનો સહવાસ પ્રાપ્ત થયો હોય અને તેને પોતાની સંયમ સાધના અને આત્મ સમાધિમાં સંતોષ ન હોય તો તેણે વિવેકપૂર્વક અકષાયભાવથી પોતાના ગચ્છ અને ગુરુનું પરિવર્તન કરવું કલ્પે છે. ગુરુ પરિવર્તન એટલે વિધિપૂર્વક આજ્ઞા મેળવી એક ગુરુની નિશ્રા છોડીને બીજા ગુરુની નિશ્રામાં જવું. ઠાણાંગ સૂત્રમાં ગચ્છ પરિવર્તન માટે અનેક કારણોનું સ્પષ્ટીકરણ ક્યું છે. બૃહત્કલ્પ સૂત્ર ઉદ્દે. ૪માં ગચ્છ અથવા ગુરુના પરિવર્તનની વિવેકશીલ વિધિનું કથન ક્યું છે. ગુરુનું પરિવર્તન એટલે શું? એક ગુરુને વિધિપૂર્વક છોડીને બીજા ગુરુની નિશ્રામાં જવું. આ અર્થ યથાર્થ હોય તો નીચેનું વાક્ય ઉમેર્યું છે.– તેથી ઘર છોડવાવાળા સાધકોને, તેવો સંયોગ મળી ગયો હોય તો, તેમાં દીર્ઘદષ્ટિથી હાનિ લાભ જોઈને ગંભીરતાપૂર્વક નવો નિર્ણય લેવો તે જિનાજ્ઞામાં છે. એવું ઉપરોક્ત બતાવેલ આગમ પાઠોથી સમજવું જોઇએ. ધ્યાન એ રાખવું કે આગમ દૃષ્ટિકોણની અને આગમ વિધિવિધાનોની અવહેલના ન થવી જોઇએ અને વચન વ્યવહારથી ગુરુ રત્નાધિકની અન્ય કોઈપણ આશાતના ન થવી જોઇએ. પરિશિષ્ટ-૪ : આચાર્ય આદિ પ્રમુખોના કર્તવ્ય [દશા–૪] આઠ સંપદાઓથી સંપન્ન ભિક્ષુ(સાધુ) ને જ્યારે આચાર્ય પદ પર પ્રતિષ્ઠિત કરાય છે ત્યારે તે સંપૂર્ણ સંઘના ધર્મશાસ્તા(આચાર્ય) થઈ જાય છે. ત્યારે તેને સંઘ સંરક્ષણ અને સંવર્ધનના અનેક કર્તવ્યોની જવાબદારી સંભાળવી પડે છે. તેમાં પ્રમુખ જવાબદારી ચાર પ્રકારની છે– (૧) આચાર વિનય (૨) શ્રુત વિનય (૩) વિક્ષેપણા વિનય (૪) દોષ નિર્ધાતના વિનય. (૧) આચાર વિનય :- આચાર્ય(ગણી)નું મુખ્ય કર્તવ્ય છે કે સૌથી પહેલા શિષ્યોને આચાર સંબંધી શિક્ષાઓથી સુરક્ષિત કરે, તે આચાર સંબંધી શિક્ષા ચાર પ્રકારની છે— ૧. સંયમની પ્રત્યેક પ્રવૃત્તિના વિધિ–નિષેધોનું જ્ઞાન કરાવવું. યતિ ધર્મ, પરિષહજય આદિનો યથાર્થ બોધ દેવો. ૨. અનેક પ્રકારની તપશ્ચર્યાઓના ભેદ–પ્રભેદોનું જ્ઞાન કરાવવું. તપ કરવાની શક્તિ અને ઉત્સાહ વધારવો. નિરંતર તપશ્ચર્યા કરવાની શક્તિ પ્રાપ્ત કરવાને માટે આગમોક્ત ક્રમથી તપશ્ચર્યાની અને પારણામાં પરિમિત પથ્ય આહારાદિના સેવનની વિધિનું જ્ઞાન કરાવવું. ૩. ગીતાર્થ અગીતાર્થ ભદ્રિક પરિણામી આદિ બધાની સંયમ સાધના નિર્વિઘ્ન સંપન્ન થવા માટે આચાર શાસ્ત્રો તથા છેદસૂત્રોના આધારે બનાવેલ ગચ્છ સંબંધી નિયમો, ઉપનિયમો(સમાચારી)નું સભ્યજ્ઞાન કરાવવું. ૪. ગણની સામૂહિક ચર્યાનો ત્યાગ કરી એકલા વિહાર કરવાની યોગ્યતાનું, વયનું તથા વિચરણ કાલમાં સાવધાનીઓ રાખવાનું જ્ઞાન કરાવવું અને એકલા વિહાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવાના ઉપાયોનું જ્ઞાન કરાવવું કારણ કે સાધુનો બીજો મનોરથ એ છે કે ક્યારે હું ગચ્છના સામૂહિક જીવનથી અને સંઘીય કર્તવ્યોથી મુક્ત થઈને એકાકી વિહાર ચર્ચા ધારણ કરું ?' આચારાંગ સૂત્ર થ્રુ. ૧ અ. ૫ અને ૬માં ક્રમશ પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારે એકાકી વિહારચર્યાના લક્ષણ બતાવ્યા છે. તેમાંથી અપ્રશસ્ત એકલ વિહાર ચર્યાના વર્ણનને લક્ષ્યમાં રાખીને વર્તમાનમાં એકલ વિહાર ચર્ચાના નિષેધની પરંપરા પ્રચલિત છે. (૨) શ્રુત વિનય :– ૧–૨. આચાર ધર્મનું પ્રશિક્ષણ દેવાની સાથેસાથે આચાર્યનું બીજુ કર્તવ્ય છે– આજ્ઞાધીન શિષ્યોને સૂત્ર વાચના અને અર્થની વાચના દઈને શ્રુત સંપન્ન બનાવવા. ૩. તે સૂત્રાર્થના જ્ઞાનથી તપ સંયમની વૃદ્ધિના ઉપાયોનું જ્ઞાન કરાવવું અર્થાત્ શાસ્ત્રજ્ઞાનને જીવનમાં ક્રિયાન્વિત કરાવવું અથવા સમયે– સમયે તેઓને હિત શિક્ષા આપવી. ૪. સૂત્ર રુચિવાળા શિષ્યોને પ્રમાણ,નયની ચર્ચા દ્વારા અર્થ–પરમાર્થ સમજાવવો. છેદ સૂત્ર આદિ બધા આગમોની ક્રમશઃ વાચના દેવી. વાચનાના સમયે આવવાવાળા વિઘ્નોનું શમન કરી શ્રુતવાચના પૂર્ણ કરાવવી. આ આચાર્યનો ચાર પ્રકારનો ‘શ્રુતવિનય’ છે. (૩) વિક્ષેપણા વિનય :– ૧. જે ધર્મના સ્વરૂપથી અનભિજ્ઞ છે, તેઓને ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવવું. અથવા જે અણગાર ધર્મના પ્રત્યે ઉત્સુક નથી, તેઓને અણગાર ધર્મ સ્વીકાર કરવા માટે ઉત્સાહિત કરવા ૨. સંયમ ધર્મના યથાર્થ જ્ઞાતાને જ્ઞાનાદિમાં પોતાના સમાન બનાવવો. ૩. કોઈ અપ્રિય પ્રસંગથી કોઈ સાધુની સંયમ ધર્મથી અરુચિ થઈ જાય તો તેને વિવેકપૂર્વક ફરીથી સ્થિર કરવા. Page #280 -------------------------------------------------------------------------- ________________ 280 આગમચાર-પૂર્વાર્ધ ૪. શ્રદ્ધાળુ શિષ્યોને સંયમ ધર્મની પૂર્ણ આરાધના કરાવવામાં સદૈવ તત્પર રહેવું. આ આચાર્યનો ચાર પ્રકારનો ‘વિક્ષેપણા વિનય છે (૪) દોષ નિર્ધાતના વિનય - શિષ્યોની યોગ્ય વ્યવસ્થા હોવા છતાં અને વિશાલ સમૂહમાં સાધના કરવા છતાં પણ ક્યારેક કોઈ સાધક છઘસ્થ અવસ્થાના કારણે વિષય-કષાયોને વશ થઈને કોઈ દોષ વિશેષના પાત્ર થઈ શકે છે. ૧. તેઓની ક્રોધાદિ અવસ્થાઓનું સમ્યફ પ્રકારથી છેદન કરવું. ૨. રાગ-દ્વેષાત્મક પરિણતિનું તટસ્થતાપૂર્વક નિવારણ કરવું. ૩. અનેક પ્રકારની આકાંક્ષાઓને આધીન શિષ્યોની આકાંક્ષાઓને યોગ્ય ઉપાયોથી દૂર કરવી. ૪. આ વિભિન્ન દોષનું નિવારણ કરી સંયમમાં સુદઢ કરવા અને શિષ્યોના ઉક્ત દોષોનું નિવારણ કરતા થકાં પોતાના આત્માને સંયમગુણોમાં પરિપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરવો. શિષ્ય સમુદાયમાં ઉત્પન્ન દોષોને દૂર કરવા. આ આચાર્યના ચાર પ્રકારના દોષ નિર્ધાતના વિનય છે. સંપૂર્ણ ઐશ્વર્ય સંપન જે રાજા, પ્રજાનો પ્રતિપાલક હોય છે તે યશ-કીર્તિને પ્રાપ્ત કરી સુખી થાય છે. એવી જ રીતે જે આચાર્ય શિષ્ય સમુદાયની વિવેકપૂર્વક પરિપાલના કરતાં થકાં સંયમની આરાધના કરાવે છે, તે શીધ્ર મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. ભગવતી સૂત્ર શ.૫. ઉ. માં કહ્યું છે કે સમ્યક પ્રકારથી ગણનું પરિપાલન કરનારા આચાર્ય, ઉપાધ્યાય તે જ ભવમાં કે બીજા ભવમાં અથવા ત્રીજા ભવમાં અવશ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે. આચાર્યના સ્થાન પર અન્ય કોઈપણ ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગુરુ આદિ ગચ્છના પ્રમુખ સંચાલક હોય તે બધાએ ઉક્ત કર્તવ્યોનું પાલન અને ગુણોને ધારણ કરવા આવશ્યક છે, તેમ સમજવું જોઇએ. પરિશિષ્ટ-૫ શ્રાવકની અગિયાર પડિમાઓનું વિશ્લેષણ [દશા-૬] સામાન્ય રૂપે કોઈપણ સમ્યગુ દષ્ટિ આત્મા વ્રત ધારણ કરવાથી વ્રતધારી શ્રાવક કહેવાય છે. તે એક વ્રતધારી પણ થઈ શકે છે કે બાર વ્રતધારી પણ થઈ શકે છે. પડિકાઓમાં પણ અનેક પ્રકારના વ્રત પ્રત્યાખ્યાન જ ધારણ કરવાના હોય છે પરંતુ વિશેષતા એ છે કે તેમાં જે પણ પ્રતિજ્ઞા કરાય છે, તેમાં કોઈ આગાર રહેતો નથી અને રખાતો પણ નથી. તેમાં તો નિયત સમયમાં અતિચાર રહિત નિયમોનું દઢતાની સાથે પાલન કરવાનું હોય છે. જેવી રીતે ભિક્ષુ–પડિમા ધારણ કરનારાને વિશુદ્ધ સંયમ પર્યાય અને વિશિષ્ટ શ્રતનું જ્ઞાન હોવું જરૂરી છે, એવી રીતે ઉપાસક પડિમા ધારણ કરનારાને પણ બાર વ્રતના પાલનનો અભ્યાસ અને કંઈક જ્ઞાન હોવું જરૂરી છે, એવું સમજવું જોઈએ. પડિમાં ધારણ કરનારા શ્રાવકે સાંસારિક જવાબદારીઓથી નિવૃત્ત થવું જરૂરી છે, તો પણ સાતમી પડિમા સુધી અનેક નાના મોટા ગૃહકાર્યોનો ત્યાગ આવશ્યક હોતો નથી, પરંતુ પડિમાના નિયમોનું શુદ્ધ પાલન કરવું અતિ આવશ્યક હોય છે. આઠમી પડિમાથી અનેક ગૃહકાર્યના ત્યાગનો પ્રારંભ થઈ જાય છે અને અગિયારમી પડિયામાં સંપૂર્ણ ગૃહકાર્યોનો ત્યાગ કરીને તે શ્રમણ જેવા આચારનું પાલન કરે છે. અગિયાર પડિમાઓમાંથી કોઈપણ પડિયા ધારણ કરનારાને તેના પછીની પડિમાના નિયમોનું પાલન કરવું આવશ્યક હોતું નથી. સ્વેચ્છાથી તે પાલન કરી શકે છે. અર્થાતુ પહેલી પડિયામાં સચિત્તનો ત્યાગ શ્રમણભૂત જીવન ધારણ કરવું તે ઇચ્છે તો કરી શકે છે પછીની પડિમા ધારણ કરનારાને તેના પૂર્વેની બધી પડિમાઓના બધા નિયમોનું પાલન કરવું નિયમથી જરૂરી હોય છે અર્થાત સાતમી પડિમા ધારણ કરનારાને સચિત્તનો ત્યાગ કરવાની સાથે સંપૂર્ણ બ્રહ્મચર્ય, કાયોત્સર્ગ, પૌષધ આદિ પડિમાઓનું પણ યથાર્થ રૂપથી પાલન કરવું આવશ્યક હોય છે. ૧. પહેલી ‘દર્શન પડિમાં' ધારણ કરનારા શ્રાવક ૧૨ વ્રતોનું પાલન કરે છે, પરંતુ તે દઢપ્રતિજ્ઞ સમ્યકત્વી હોય છે. મન, વચન, કાયાથી તે સમ્યકત્વમાં કોઈપણ પ્રકારનો અતિચાર લગાડતા નથી તથા દેવતા કે રાજા આદિ કોઈ પણ શક્તિથી કિંચિત્ માત્ર પણ સમ્યત્વથી વિચલિત થતા નથી. અર્થાત્ કોઈપણ આગાર વિના ત્રણ કરણ ત્રણ યોગથી એક મહિના સુધી શુદ્ધ સમ્યત્વની આરાધના કરે છે. આ પ્રકારે તે પ્રથમ દર્શન પડિમાવાળા વ્રતધારી શ્રાવક કહેવાય છે. કેટલીક પ્રતિઓમાં (સે દંસણ સાવએ ભવઈ) એવો પાઠ પણ મળે છે તેનું તાત્પર્ય પણ એ જ છે કે તે દર્શન પડિમાધારી વતી શ્રાવક છે. શબ્દની દષ્ટિએ જે એક પણ વ્રતધારી નથી હોતા તેને દર્શન શ્રાવક કહેવાય છે, પરંતુ પડિમા ધારણ કરનારા શ્રાવક પહેલાં બાર વ્રતોના અભ્યાસી અને આરાધક તો હોય જ છે. તેથી તેને માત્ર “દર્શન શ્રાવક” તેમ કહી શકાય નહીં પરંતુ દર્શન પડિમાધારી વ્રતી શ્રાવક સમજવું, તે જ બરોબર છે. ૨. બીજી, વ્રત પડિમા ધારણ કરનારા ઇચ્છા પ્રમાણે એક કે અનેક, મોટા કે નાના કોઈ પણ નિયમો પડિમાના રૂપમાં ધારણ કરે છે. જેનું તેઓને અતિચાર રહિત પાલન કરવું જરૂરી હોય છે. ૩. ત્રીજી, સામાયિક પડિમાધારી શ્રાવક સવાર, બપોર, સાંજના નિયત સમયે સદા નિરતિચાર સામાયિક કરે છે અને દેશાવગાસિક(૧૪ નિયમ) વ્રતનું આરાધન કરે છે તથા પહેલી બીજી પડિમાના નિયમોનું પણ પૂર્ણ રીતે પાલન કરે છે. ૪. ચોથી, પૌષધ પડિમાધારી શ્રાવક પહેલાંની ત્રણે પડિમાઓના નિયમોનું પાલન કરતા થકાં મહિનામાં પર્વ તિથિઓના છ પરિપૂર્ણ પૌષધની સમ્યફ પ્રકારે આરાધના કરે છે, આ પડિમા ધારણ કરતાં પહેલાં પણ શ્રાવક પૌષધ વ્રતનું પાલન તો કરે જ છે પરંતુ પડિમાના રૂપમાં નહિ. ૫. પાંચમી કાયોત્સર્ગ પડિમાધારી શ્રાવક પહેલાની ચારે પડિમાઓનું સમ્યકુ પાલન કરતા થકાં પૌષધના દિવસે સંપૂર્ણ રાત્રિ કે નિયત સમય સુધી કાયોત્સર્ગ કરે છે. ૬. છઠ્ઠી બ્રહ્મચર્ય પડિમાના ધારક શ્રાવક પહેલાની પડિમાઓનું પાલન કરતા થકાં સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરે છે, સ્નાન અને રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે. Page #281 -------------------------------------------------------------------------- ________________ jainology 281 આગમસાર ૭. સાતમી સચિત્ત ત્યાગ પડિમાનો આરાધક શ્રાવક પાણી, નમક (મીઠું), ફળ, મેવા આદિ બધા સચિત્ત પદાર્થોના ઉપભોગનો ત્યાગ કરે છે. પરંતુ તે પદાર્થોને અચિત્ત બનાવવાનો ત્યાગ કરતો નથી. ૮. આઠમી આરંભત્યાગ પડિમાધારી શ્રાવક સ્વયં આરંભ કરવાનો સંપૂર્ણ ત્યાગ કરે છે. પરંતુ બીજાને આદેશ આપીને સાવધ કાર્ય કરાવવાનો તેને ત્યાગ હોતો નથી. ૯. નવમી પ્રેષ્યત્યાગ પડિકામાં શ્રાવક આરંભ કરવા અને કરાવવાનો ત્યાગી હોય છે પરંતુ સ્વતઃ કોઈ તેના માટે આહારાદિ બનાવી આપે કે તેના માટે આરંભ કરે તો તે પદાર્થનો ઉપયોગ કરી શકે છે. ૧૦. દસમી ઉદિષ્ટ ભક્ત ત્યાગ પડિમાધારી શ્રાવક બીજાના માટે બનાવેલા આહારાદિનો ઉપયોગ કરી શકે છે, પોતાના નિમિત્તે બનાવેલ આહારાદિનો ઉપયોગ કરી શકતા નથી. તેનું વ્યાવહારિક જીવન સાધુ જેવું હોતું નથી. તેથી તેને કોઈપણ સાંસારિક વાતો પૂછી શકે છે. તેથી કોઈના પૂછવા પર હું જાણું છું કે હું નથી જાણતો’ એટલો જ ઉત્તર દેવો કલ્પે છે. તેનાથી વધુ જવાબ આપવો કલ્પતો નથી. કોઈપણ વસ્તુ યથાસ્થાન પર ન મળવાથી એટલો ઉત્તર દેવાથી પણ પારિવારિક લોકોને સંતોષ થઈ શકે છે. આ પડિયામાં શ્રાવક શિરમુંડન કરાવે છે અથવા વાળ પણ રાખે છે. ૧૧. અગિયારમી શ્રમણભૂત પડિમાધારી શ્રાવક શક્ય તેટલી સંયમી જીવનની મર્યાદાઓનો સ્વીકાર કરે છે પરંતુ જો લોચ ન કરી શકે તો મુંડન કરાવી શકે છે. તે ભિક્ષની સમાન ગવેષણાના બધા નિયમોનું પાલન કરે છે. આ પડિમાની અવધિ સમાપ્ત થયા પછી તે પડિમાધારી ફરીથી સામાન્ય શ્રાવક જીવનમાં આવી શકે છે. આ કારણે પડિમાઓના આરાધના કાલમાં તે સ્વયંને ભિક્ષુ ન કહેતાં, “હું પડિમાધારી શ્રાવક છું' એ પ્રકારે કહે છે. પારિવારિક લોકોની સાથે પ્રેમ સંબંધનો આજીવન ત્યાગ ન હોવાના કારણે તે જ્ઞાત કુલોમાં જ ગોચરી માટે જાય છે. અહીંયા જ્ઞાત કુલથી પારિવારિક અને અપારિવારિક જ્ઞાતિજનોને સૂચિત્ત ર્યા છે. ભિક્ષાને માટે ઘરમાં પ્રવેશ કરવા પર તે આ પ્રકારે જાહેર કરે છે કે “પડિમાધારી શ્રાવકને ભિક્ષા આપો.'. શ્રાવક પડિમા સંબંધી ભ્રમનું નિવારણ : શ્રાવક પડિમાના સંબંધમાં આ એક પ્રચલિત કલ્પના છે કે પ્રથમ પડિયામાં એકાન્તર ઉપવાસ, બીજી પડિમામાં નિરંતર છઠ્ઠ, ત્રીજીમાં અટ્ટમ યાવત્ અગિયારમી પડિયામાં અગિયાર–અગિયારની તપશ્ચર્યા નિરંતર કરાય છે. પરંતુ આ વિષયમાં કોઈ આગમ પ્રમાણ ઉપલબ્ધ નથી તથા એવું માનવું સંગત પણ નથી, કારણ કે આટલી તપસ્યા તો ભિક્ષુ પડિયામાં પણ કરાતી નથી. શ્રાવકની ચોથી પડિયામાં મહિનામાં છ પૌષધ કરવાનું વિધાન છે. જો ઉપરોક્ત કથન અનુસાર તપસ્યા કરાય તો ચાર માસમાં ચોવિશ ચોલાની તપસ્યા કરવી આવશ્યક ગણાય. પડિમાધારી દ્વારા તપસ્યા તિવિહાર કે પૌષધ વગર કરવી ઉચિત્ત નથી. તેથી ચોવીસ ચોલા પૌષધ યુક્ત કરવા આવશ્યક નિયમ હોવાથી મહિનાના છ પૌષધનું વિધાન નિરર્થક થઈ જાય છે. જ્યારે ત્રીજી પડિમાથી ચોથી પડિમાની વિશેષતા એ છે કે મહિનામાં છ પૌષધ કરે. તેથી કલ્પિત તપસ્યાનો ક્રમ સૂત્ર-સમ્મત નથી. આનંદ આદિ શ્રાવકોના અંતિમ સાધના કાલમાં તથા પડિમાં આરાધના પછી શરીરની કૃશતાનું જે વર્ણન છે, તે વ્યક્તિગત જીવનનું વર્ણન છે. તેમાં પણ આ પ્રકારના તપનું વર્ણન નથી. પોતાની ઇચ્છાથી સાધક ગમે ત્યારે કોઈ વિશિષ્ટ તપ પણ કરી શકે છે. આનંદાદિએ પણ કોઈ વિશિષ્ટ તપશ્ચર્યા સાધના કાળમાં કરેલ હશે, પરંતુ એવું સ્પષ્ટ વર્ણન આગમમાં નથી. જો તેઓએ કોઈપણ તપ આગળની પડિમાઓમાં કર્યું હોય તો પણ બધાને માટે વિધાન માનવું સૂત્રોક્ત પડિમા વર્ણનથી અસંગત થાય છે, એવું સમજવું જોઈએ. પરિશિષ્ટ–૬: ભિક્ષુ પડિમા સંબંધી શંકા સમાધાન | દિશા-૭] ૧. સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરતા થકાં યોગ્યતા પ્રાપ્ત ગીતાર્થ સાધુ કર્મોની વિશેષ નિર્જરા માટે બાર ભિક્ષુ પડિમાનો સ્વીકાર કરે છે. સાતમી દશામાં બાર પડિમાઓના નામ આપ્યા છે. ટીકાકારે તેની વ્યાખ્યા કરતા થકાં એ સ્પષ્ટ કર્યું છે કે “દો માસિયા તિમાસિયા' આ પાઠમાં “બીજી એક માસની ત્રીજી એકમાસની’ આ પ્રકારે અર્થ કરવો જોઇએ. કારણ કે આ પડિમાઓનું પાલન નિરંતર શીત અને ગ્રીષ્મકાળના આઠ માસમાં જ કરાય છે. ચાતુર્માસમાં આ પડિમાઓનું પાલન કરાતું નથી. પહેલાની પ્રતિમાઓના એક, બે માસ પણ આગળની પડિમાઓમાં જોડી દે છે. તેથી બેમાસની ત્રણ માસની” કહેવું અસંગત નથી. જો એવો અર્થ ન કરે તો પ્રથમ વર્ષમાં ત્રણ પડિમાનું પાલન કરીને છોડવી પડે, બીજા વર્ષમાં ચોથી પડિમાનું પાલન કરીને છોડવી પડશે. આ પ્રકારે વચમાં છોડવાથી પાંચ વર્ષમાં પડિમાઓનું આરાધન કરવું યોગ્ય કહી શકાતું નથી. ટીકાનુસાર ઉપરોક્ત અર્થ કરવો સંગત પ્રતીત થાય છે. તેથી બીજી પડિમાથી સાતમી પડિમા સુધીના નામ આ પ્રકારે સમજવા. ૧) એક માસની બીજી ભિક્ષ પડિમા (૨) એક માસની ત્રીજી ભિક્ષ પડિમા (૩) એક માસની ચોથી ભિક્ષ પડિમા (૪) એક માસની પાંચમી ભિક્ષુ પડિમા (૫) એક માસની છઠ્ઠી ભિક્ષુ પડિમા (૬) એક માસની સાતમી ભિક્ષુ પડિમાં પૂ. આચાર્ય શ્રી આત્મારામજી મ.સા. દ્વારા સંપાદિત દશાશ્રુતસ્કંધમાં એવી જ છાયા, અર્થનું વિવેચન ક્યું છે. આગમ પ્રકાશન સમિતિ વ્યાવરથી પ્રકાશિત આ સૂત્રમાં પણ એવું જ અર્થ_વિવેચનનું સ્પષ્ટીકરણ કર્યું છે. ૨. પડિમાધારી ભિક્ષુને હાથ, પગ, મુખ આદિને અચિત્ત પાણીથી પણ ધોવાનું કલ્પતું નથી. અશુચિનો લેપ દૂર કરી શકે છે તથા ભોજન પછી હાથ–મોઢું ધોઈ શકે છે. અહીંયા પ્રશ્ન એ થાય છે કે સામાન્ય સાધુને પણ ઉપર કહેલા કારણો વિના હાથ પગ આદિ ધોવાનું કલ્પતું નથી તો પડિમાધારી માટે આ નિયમમાં શું વિશેષતા છે? Page #282 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ એનું સમાધાન એ છે કે સામાન્ય સાધુ અપવાદનું સેવન કરી શકે છે પરંતુ પ્રતિમાધારી સાધુ અપવાદનું સેવન કરી શકતા નથી. સામાન્ય સાધુ અપવાદિક સ્થિતિમાં રોગોપશાંતિને માટે ઔષધ સેવન અને અંગોપાંગ પર પાણીનું સિંચન કે તેનું પ્રક્ષાલન પણ કરી શકે છે. પરંતુ પડિમાધારી સાધુ આવું કરી શકતા નથી. આ જ તેઓની વિશેષતા છે. ૩. ત્રણ પ્રકારના રોકાવાના સ્થાન ન મળે અને સૂર્યાસ્તનો સમય થઈ જાય તો સૂર્યાસ્ત પહેલાં જ યોગ્ય સ્થાન જોઈને રોકાઈ જવું કલ્પે છે. તે સ્થાન આચ્છાદિત હોય કે ખુલ્લા આકાશવાળું હોય તોપણ સૂર્યાસ્ત પછી એક કદમ પણ ચાલવું કલ્પતું નથી. આવી સ્થિતિમાં જો સાધુને રહેવાની આસપાસની ભૂમિ સચિત્ત હોય તો તેને નિદ્રા લેવી કલ્પતી નથી. સતત સાવધાની પૂર્વક જાગૃત રહીને સ્થિર આસને રહી રાત્રિ પસાર કરવાનું કલ્પે છે. મલસૂત્રની બાધા થાય તો યતનાપૂર્વક પૂર્વ પ્રતિલેખિત ભૂમિમાં જઈ શકે છે અને પરઠીને પુનઃ તે સ્થાન પર આવીને તેને સ્થિર થઈ જવાનું ક૨ે છે. 282 સૂત્રમાં ખુલ્લા આકાશવાળા સ્થાનને માટે (જલંસિ) શબ્દનો પ્રયોગ ક્યોં છે કારણ કે ખુલ્લા સ્થાનમાં નિરંતર સૂક્ષ્મ સ્નેહકાયની વૃષ્ટિ થાય છે એવું ભગવતી સૂત્ર શ−૧, ઉદ્દેશક-૬માં કહ્યું છે, તેથી તે શબ્દથી નદી, તળાવ આદિ જલાશય ન સમજવું. બૃહત્કલ્પસૂત્ર ઉ.૨ માં એવા સ્થાન માટે (અક્ભાવગાસિયંસિ) શબ્દનો પ્રયોગ ર્યો છે. ત્યાં એ બતાવ્યું છે કે સાધ્વીએ ખુલ્લા આકાશવાળા સ્થાનમાં કે વૃક્ષની નીચે આદિ અસુરક્ષિત સ્થાનોમાં રહેવું ન જોઇએ. સાધુ એવા અસુરક્ષિત સ્થાનમાં અને ખુલ્લા આકાશ નીચે રહી શકે છે.(દિવસે ) પિંડમાધારી સાધુ અચેલ કે સર્ચલ અથવા એક વસ્ત્ર ધારી પણ હોઈ શકે છે. ભગવતી સૂત્ર કથિત સૂક્ષ્મ સ્નેહકાય હવાથી પણ અબાધિત છે અર્થાત્ તે હવાથી પ્રેરિત થઈને અછાયાના સ્થાનથી છાયાવાળા સ્થાનમાં પ્રવેશ નથી કરી શકતી.(એટલા માટે તો છાયાવાળા સ્થાનના કિનારા પર બેસવું, સૂવું સાધુ માટે વર્જિત ગણાતું નથી.) પરિશિષ્ટ-૭ : નિદાન સંબંધી તર્ક—વિતર્ક [દશા–૧૦] આ દશામાં શ્રેણિક રાજા અને ચેલણારાણીના નિમિત્તથી નિદાન કરવાવાળા શ્રમણ–શ્રમણીઓના મનુષ્ય સંબંધી ભોગોના નિદાનોનું વર્ણન શરૂઆતમાં ક્યું છે. પછી ક્રમશઃ દિવ્ય ભોગ તથા શ્રાવક અને સાધુ અવસ્થાના નિદાનોનું કથન ક્યું છે. આના સિવાય બીજા અનેક પ્રકારના નિદાન પણ હોય છે, જેમ કે– કોઈને દુઃખ દેનારો બનું કે તેનો બદલો લેનારો બનું ઇત્યાદિ. ઉદાહરણના રૂપમાં શ્રેણિકને માટે કોણિકનું દુ:ખદાયી બનવું, વાસુદેવનું પ્રતિવાસુદેવને મારવું, દ્વીપાયન ઋષિ દ્વારા દ્વારકાનો વિનાશ કરવો, દ્રૌપદીને પાંચ પતિ હોવા અને સંયમ ધારણ પણ કરવો, બ્રહ્મદતનું ચક્રવર્તી થવું અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થવી, ઇત્યાદિ. નિદાનના વિષયમાં આ સહજ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે કોઈ સંકલ્પ કરવા માત્રથી ૠધ્ધિની પ્રાપ્તિ કેવી રીતે થઈ જાય છે ? સમાધાન એ છે કે કોઈની પાસે રત્ન કે સોના ચાંદીનો ભંડાર છે, તેને રોટી કપડા આદિ સામાન્ય પદાર્થોના બદલામાં આપવામાં આવે તો તે સહજ પ્રાપ્ત થઈ શકે છે. એવી જ રીતે શાશ્વત મોક્ષ સુખ દેનારા તપ સંયમની વિશાળ સાધનાના ફલથી મનુષ્ય સંબંધી કે જૈવિક તુચ્છ ભોગો પ્રાપ્ત કરવા તે કોઈ મહત્ત્વની વાત નથી. તેને સમજવાને માટે એક દૃષ્ટાન્ત પણ આપ્યું છે– એક ખેડૂતના ખેતરની પાસે કોઈ ધનિક રાહગીરે દાલ–બાટીને ચૂરમું બનાવ્યું. ખેડુતનું મન ચૂરમો આદિ ખાવાને માટે લલચાયું. ખેડુતના માગવા પર ધનિકે કહ્યુ કે આ તારું ખેતર બદલામાં આપી દે તો ભોજન મળે. ખેડૂતે સ્વીકાર ર્યો અને ભોજન કરી તે ઘણો આનંદિત થયો. જેમ ખેતરના બદલામાં એકવાર મન ઇચ્છિત ભોજન મળવું તે કંઈ મહત્વનું નથી, તેમ તપ–સંયમની મોક્ષદાયક સાધનાથી એક ભવના ભોગ મેળવવા તે મહત્ત્વનું નથી. પરંતુ જેમ ખેતરના બદલે ભોજન ખાઈ લીધા પછી બીજા દિવસથી લઈ વર્ષ આખું ખેડૂત પશ્ચાતાપથી દુઃખી થાય છે, તેમ સંયમના ફળથી એક ભવનું સુખ પ્રાપ્ત થઈ જાય પરંતુ મોક્ષદાયક સાધના ખોઈને નરકાદિના દુ:ખો પ્રાપ્ત થવા તે નિદાનનું ફળ છે. જેવી રીતે ખેતરને બદલે એક દિવસનું મિષ્ટ ભોજન પ્રાપ્ત કરનાર ખેડૂત મૂર્ખ ગણાય છે તેવી જ રીતે મોક્ષમાર્ગની સાધના કરનારો સાધક નિદાન કરે તો તે મહામૂર્ખ જ કહેવાય છે. તેથી(ભિક્ષુ) સાધુએ કોઈપણ પ્રકારનું નિદાન કરવું ન જોઇએ પરંતુ તેને તો સંયમ તપની નિષ્કામ સાધના કરવી, તે જ શ્રેયસ્કર છે. ॥ દશાશ્રુત સ્કંધ પરિશિષ્ટ સંપૂર્ણ બૃહત્કલ્પ પ્રથમ ઉદ્દેશકનો સારાંશ સૂત્ર–૧–૫ ઃ વનસ્પતિના મૂલથી લઈને બીજ પર્યંત દસ વિભાગોમાં જેટલા ખાવા યોગ્ય વિભાગો છે, તે અચિત્ત થવા પર ગ્રહણ કરી શકાય છે, (નોંધ ઃ તાલ–પ્રલંબ શબ્દથી વનસ્પતિના બધા ભાગો ગ્રહણ થઇ જતાં હોવા છતાં, આત્માના વિવેકજ્ઞાનથી કરેલા નિર્ણયથી જૈનોના બધાજ સંપ્રદાયોમાં કંદમૂળના વપરાશનો ત્યાગ થયેલો જોવા મળે છે. આજ સમયક જ્ઞાન છે, વિવેકજ્ઞાન છે. સૂંઠ અને હળદર જે પરંપરાથી શ્રાવકને પણ અચિતજ મળે છે, તેની ગણતરી કંદમૂળમાં નથી કરવામાં આવતી તથા તેજ સૂંઠ કાચી હોય, એટલે કે આદુ અને કાચી હળદર,આંબા હળદર વગેરેને કંદમૂળ જ ગણાય છે. જયારે સુકી હળદર અને સૂંઠને પરંપરાથી કલ્પય ગણવામાં આવે છે.) Page #283 -------------------------------------------------------------------------- ________________ jainology 283 આગમસાર સૂત્ર-૬–૯: નિર્ગથને ગ્રામ નગર આદિમાં એક માસ રહેવું કલ્પ છે. જો તેના ઉપનગર આદિ હોય તો તેમાં અલગ-અલગ અનેક માસ-કલ્પ સુધી રહી શકે છે, પરંતુ જયાં રહે ત્યાં જ ભિક્ષા માટે ભ્રમણ કરવું જોઇએ; અન્ય ઉપનગરોમાં નહિ. સાધ્વીનો એક કલ્પ બે માસનો હોય છે. સૂત્ર-૧૦-૧૧ એક પરિક્ષેપ અને એક ગમનાગમનના માર્ગવાળા ગ્રામાદિમાં સાધુ-સાધ્વીએ એક સમયે ન રહેવું જોઇએ. તેમાં અનેક માર્ગ કે દ્વાર હોય તો તે એક કાળમાં પણ રહી શકે છે. સૂત્ર૧૨-૧૩ઃ પુરુષોના અત્યધિક ગમનાગમનવાળા ત્રણ રસ્તા, ચાર રસ્તા કે બજારમાં બનેલા ઉપાશ્રયમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઇએ. સાધુ તે ઉપાશ્રયમાં રહી શકે છે. [સાધુઓએ ગામની બહાર જ રહેવું જોઇએ, એવી એકાંત પ્રરૂપણા કરવી ઉત્સુત્ર પ્રરૂપણા છે, તે આ સૂત્રોથી સ્પષ્ટ થાય છે.] સૂત્ર-૧૪-૧૭: દ્વાર રહિત સ્થાનોમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઇએ. પરિસ્થિતિ- વશ કદાચ રહેવું પડે તો પડદો લગાવીને દ્વાર બંધ કરી દેવું. આવા દ્વાર રહિત સ્થાનો પર સાધુ રહી શકે છે. સૂત્ર-૧૮: સાધુ-સાધ્વીને વસ્ત્રની મચ્છરદાની રાખવી કલ્પ છે. સૂત્ર-૧૯: પાણીના કિનારે સાધુ-સાધ્વીએ બેસવું આદિ ક્રિયા ન કરવી જોઈએ. સૂત્ર-૨૦-૨૧: ચિત્રોથી યુક્ત મકાનમાં ન રહેવું જોઈએ. સૂત્ર-રર-૨૪: સાધ્વીજીઓએ શય્યાતરના સંરક્ષણમાં જ(એટલે કોઈના આશ્રયથી જ) રહેવું જોઈએ. પરંતુ ભિક્ષુ સંરક્ષણ વિના પણ રહી શકે છે. સૂત્ર-૨૫-૨૯ : સ્ત્રી-પુરુષોના નિવાસ રહિત મકાનમાં જ સાધુ-સાધ્વીઓએ રહેવું જોઈએ. માત્ર પુરુષોના નિવાસવાળા મકાનમાં સાધુ અને માત્ર સ્ત્રીઓના નિવાસ– વાળા મકાનમાં સાધ્વીજીઓ રહી શકે છે. માત્ર સ્ત્રી કે પુરુષ જયાં હોય, ત્યાં પીવાનું પાણી અને પ્રકાશ માટે દીપક તથા ભોજન બનાવવા માટે અગ્નિ રહે તો તે વિભાગ જુદો હોવો જોઇએ. સૂત્ર-૩૦-૩૧ : દ્રવ્ય પ્રતિબદ્ધ(છતની અપેક્ષાએ) કે ભાવ પ્રતિબદ્ધ(સ્ત્રીના શબ્દ રૂપ આદિની અપેક્ષાએ) ઉપાશ્રયમાં સાધુએ રહેવું કલ્પતું નથી. કદાચ સાધ્વીજીઓ રહી શકે છે. સ્વતંત્ર છતવાળા મકાન હોય જેની ભીંતો એક બીજાને લાગેલી હોય તે પ્રતિબદ્ધ નથી; પરંતુ એક છત અને તેમાં અલગ-અલગ ઓરડા છે તો તે પ્રતિબદ્ધ મકાન છે. સૂત્ર-૩૨-૩૩ઃ સ્ત્રીઓથી પ્રતિબદ્ધ માર્ગવાળા સ્થાનમાં(ઉપાશ્રયમાં) સાધુએ રહેવું કહ્યું નહિ. સાધ્વીઓ કદાચિત્ત રહી શકે છે. સૂત્ર-૩૪: કોઈની સાથે ક્લેશ થઈ જાય તો સ્વયં-પોતે સંપૂર્ણ ઉપશાંત થવું જરૂરી છે. અન્યથા સંયમની આરાધના થતી નથી. સૂત્ર-૩૫-૩૬ : સાધુ-સાધ્વીજીઓએ ચાતુર્માસમાં એક સ્થાન પર જ રહેવું જોઈએ તથા હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં શક્તિ અનુસાર વિચરણ કરતા રહેવું જોઇએ. સૂત્ર-૩૭: જે રાજયોમાં પરસ્પર વિરોધ ચાલી રહ્યો હોય ત્યાં વારંવાર આવ-જા કરવી જોઇએ નહીં. સૂત્ર-૩૮-૪૧ : સાધુ કે સાધ્વીઓ ગોચરી(આહાર માટે) ગયા હોય અને ત્યાં કોઈ તેને વસ્ત્રાદિ લેવા માટે કહે તો આચાર્યાદિની સ્વીકૃતિની શરત રાખીને ગ્રહણ કરે. જો તેઓ સ્વીકૃતિ આપે તો રાખે, નહિતર પાછું આપી દે. સૂત્ર-૪૨-૪૩ઃ સાધુ-સાધ્વી રાત્રિમાં આહાર, વસ્ત્ર, પાત્ર, શય્યા સંસ્તારક ગ્રહણ ન કરે. ક્યારેક વિશેષ પરિસ્થિતિમાં શય્યા સંસ્તારક ગ્રહણ કરી શકાય છે તથા ચોરાઈ ગયેલ વસ્ત્ર પાત્રાદિ કોઈ પાછા લાવીને આપે તો તેને રાત્રિમાં ગ્રહણ કરી શકાય છે. સૂત્ર-૪૪-૪૫ઃ રાત્રિમાં કે વિકાલમાં(સંધ્યામાં) સાધુ-સાધ્વીઓએ વિહાર ન કરવો જોઇએ તથા સંખડીમાં આહાર ગ્રહણ કરવા માટે ન જવું જોઇએ. સૂત્ર-૪૬-૪૭ : સાધુ-સાધ્વીજીઓએ રાત્રિમાં ઉચ્ચાર પ્રશ્રવણ કે સ્વાધ્યાયને માટે ઉપાશ્રયથી દૂર(૧૦૦ હાથથી આગળ) એકલા ન જવું જોઈએ, કોઈને સાથે લઈને જઈ શકે છે. કોઈની વધુ ભયની પ્રકૃતિ હોય કે ક્ષેત્રની સ્થિતિ હોય તો અનેક સાધુ કે અનેક સાધ્વીઓ સાથે જઈ શકે છે. સૂત્ર-૪૮ઃ ચારે દિશાઓમાં આર્ય ક્ષેત્રની સીમા સૂત્રમાં બતાવી છે, તેની અંદર સાધુ-સાધ્વીઓએ વિચરવું કહ્યું છે. પરંતુ તેઓએ સંયમની ઉન્નતિનો વિવેક તો સર્વત્ર અવશ્ય રાખવો જ જોઈએ. બીજા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર–૧–૩: જે મકાનમાં અનાજ વેરાયેલું હોય તેમાં રહેવું ન જોઈએ. વ્યવસ્થિત રાશિકૃત ઢગલામાં રાખેલ હોય તો માસ કલ્પ અને તાળું લગાવેલું હોય તો ચાતુર્માસ પણ રહી શકાય છે. સૂત્ર-૪-૭ઃ જે મકાનની સીમામાં મદ્યના ઘડા અથવા અચિત્ત શીત કે ઉષ્ણ પાણીના ઘડા ભરેલા પડ્યા હોય અથવા અગ્નિ કે દિપક આખી રાત્રિ બળતા હોય ત્યાં સાધુ-સાધ્વીઓએ રહેવું ન જોઇએ, પરંતુ અન્ય મકાનના અભાવમાં એક કે બે રાત્રિ રહી શકાય છે. સૂત્ર-૮-૧૦ઃ જે મકાનની સીમામાં ખાદ્ય પદાર્થના વાસણો જ્યાં-ત્યાં પડ્યા હોય તો ત્યાં ન રહેવું જોઇએ, પરંતુ એક બાજુ વ્યવસ્થિત રાખ્યા હોય તો માસ કલ્પ અને તાળું દીધેલ હોય તો ચાતુર્માસ પણ રહી શકાય છે. સૂત્ર-૧૧-૧૨ઃ ધર્મશાળામાં, અસુરક્ષિત સ્થાનોમાં અને ખુલ્લા આકાશમાં સાધ્વીજીઓએ રહેવું ન જોઈએ, સાધુ ત્યાં રહી શકે છે. સૂત્ર–૧૩: મકાનનાં અનેક સ્વામી હોય તો એકની આજ્ઞા લઈને તેને શય્યાતર માનવા અને અન્યના ઘરેથી આહારાદિ ગ્રહણ કરવા કલ્પ છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ 284 આગમચાર-પૂર્વાર્ધ સૂત્ર-૧૪–૧૬: શય્યાદાતા અને અન્ય લોકોનો આહાર કોઈ સ્થાન પર સંગ્રહિત ર્યો હોય, શય્યાતરના ઘરની સીમામાં હોય કે સીમાથી બહાર હોય; પરંતુ શય્યાતરનો આહાર હોય તેમાંથી ગ્રહણ કરવો કલ્પતો નથી, સૂત્ર-૧૭–૧૮ઃ સાધુ-સાધ્વીએ શય્યાદાતાના અલગ રાખેલ આહારને અન્ય આહારમાં મેળવી દેવા માટે કહેવું કલ્પતું નથી. એવું કરવાથી તેને ગુરુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર૧૯૨૨ શય્યાદાતાને ત્યાં અન્યને ત્યાંથી આવેલ અને ગ્રહણ કરી લીધેલ આહાર તથા અન્યને ત્યાં મોકલાવેલ આહાર શય્યાતરની માલિકપણામાં હોય ત્યાં સુધી તે આહાર ગ્રહણ કરી શકાતો નથી.બીજા તે આહારને સ્વીકારી લે ત્યારે ગ્રહણકરી શકાય છે સૂત્ર-૨૩–૨૪ : શય્યાતરના સ્વામિત્વ યુક્ત આહારાદિ પદાર્થોમાં જ્યારે શય્યાતરનું સ્વામિત્વ સંપૂર્ણ આહારથી અલગ થઈ જાય ત્યારે શેષ વધેલા આહારમાંથી લેવું કલ્પ છે. શય્યાતરનો અંશયુક્ત આહાર અલગ નર્યો હોય તો તે કલ્પતું નથી. સૂત્ર-૨૫–૨૮ : શય્યાદાતા દ્વારા પૂજ્ય પુરુષોને સર્વથા સમર્પિત કરેલા આહારમાંથી ગ્રહણ કરવું કલ્પે છે, પરંતુ “પ્રાતિહારિક આપેલુ હોય તો તે આહારમાંથી લેવું કલ્પતું નથી તથા તે આહાર શય્યાદાતા તથા તેના પરિવારના સદસ્યોના હાથથી પણ લેવો કલ્પતો નથી. સૂત્ર૨૯-૩૦ઃ સાધુ-સાધ્વીજીઓ પાંચ જાતિના વસ્ત્રો અને પાંચ જાતિના રજોહરણમાંથી કોઈપણ જાતિનું વસ્ત્ર યા રજોહરણ ગ્રહણ કરી શકે છે. પાંચ વસ્ત્રઃ (૧) ઊન નાં (૨) વાંસ, અલસી આદિનાં (૩) સણનાં (૪) સુતરનાં (૫) વૃક્ષની છાલનાં વસ્ત્રો કલ્પ. રજોહરણ પાંચ:- (૧) ઊનનો (૨) ઊંટની જટનો (૩) સણનો (૪) ઘાસમાંથી બનાવેલ (૫) મુંજનો. (સુતરનો.) ત્રીજા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૨: સાધુએ સાધ્વીના ઉપાશ્રયમાં અને સાધ્વીએ સાધુના ઉપાશ્રયમાં બેસવું, સૂવું આદિ પ્રવૃત્તિ ન કરવી જોઇએ. માત્ર સ્વાધ્યાય અને વાચના માટે બેસવું કલ્પ છે. તેના સિવાય ન બેસવું જોઇએ અને ત્યાં જવું પણ ન જોઇએ. સૂત્ર૩–૬: રોમ રહિત ચર્મ ખંડ જરૂરત હોય તો સાધુ સાધ્વી ગ્રહણ કરી શકે છે, પરંતુ સરોમ ચર્મ તેઓને કલ્પતું નથી. સૂત્ર-૭–૧૦: બહુમૂલ્ય વસ્ત્ર અને અખંડ તાકો તથા આવશ્યકતાથી અધિક લાંબુ વસ્ત્ર સાધુ-સાધ્વીજીએ રાખવું ન જોઇએ. સૂત્ર-૧૧-૧૨ ઃ લંગોટ, જાંગિયા(કચ્છ) આદિ ઉપકરણ સાધુએ અકારણ ન રાખવા જોઈએ પરંતુ સાધ્વીઓએ આ ઉપકરણો અવશ્ય રાખવા. સૂત્ર-૧૩ઃ સાધ્વીએ પોતાની નિશ્રાએ વસ્ત્ર ગ્રહણ ન કરવું જોઈએ પરંતુ તે પ્રવર્તિની આદિની નિશ્રાથી વસ્ત્રની યાચના કરી શકે છે સૂત્ર–૧૪-૧૫ : દીક્ષા લેતી વખતે સાધુ-સાધ્વીએ રજોહરણ ગુચ્છો અને આવશ્યક પાત્ર ગ્રહણ કરવા જોઇએ તથા મુહપતિ, ચાદર, ચોલપટક આદિ માટે સાધુ અધિકતમ ત્રણ તાકા(તુકડા)ના માપ જેટલું વસ્ત્ર લઈ શકે છે, સાધ્વી ચાર તાકા(ટુકડા)ના માપ જેટલા વસ્ત્ર લઈ શકે છે.(તાકાનું માપ સૂત્રમાં અને ભાષ્ય, ટીકામાં બતાવ્યું નથી તેથી વિવિધ ધારણાઓ છે. પાત્રાની સંખ્યા પણ શાસ્ત્રમાં બતાવી નથી.)-તાકા-ટુકડા–વસ્ત્રખંડ. સૂત્ર-૧૬-૧૭: સાધુ-સાધ્વીએ ચાતુર્માસમાં વસ્ત્ર ગ્રહણ ન કરવા જોઈએ પરંતુ શિયાળામાં અને ગ્રીષ્મ ઋતુમાં તેઓ વસ્ત્ર લઈ શકે છે. સૂત્ર-૧૮-૨૦ઃ સ્વસ્થ સાધુ-સાધ્વીએ આવશ્યક હોવા પર વસ્ત્ર અને શય્યાસંસ્તારક દીક્ષા પર્યાયના અનુક્રમથી ગ્રહણ કરવા જોઇએ અને વંદના પણ દીક્ષા પર્યાયના ક્રમથી કરવી જોઇએ. સૂત્ર-૨૧-૨૩ઃ સ્વસ્થ સાધુ-સાધ્વીએ ગૃહસ્થના ઘરે બેસવું આદિ સૂત્રોક્ત નિષિદ્ધ કાર્યો કરવા ન જોઈએ તથા ત્યાં અમર્યાદિતા વાર્તાલાપ તથા ઉપદેશ પણ ન દેવો જોઇએ. ક્યારેક જરૂરત હોય તો ઊભા-ઊભા મર્યાદિત કથન કરી શકે છે. શય્યાતર અને અન્ય ગૃહસ્થના શય્યા સંસ્મારક વિહાર કરવાની પહેલાં અવશ્ય પાછા દેવા જોઈએ તથા જે અવસ્થામાં ગ્રહણ ક્ય હોય તેવા જ વ્યવસ્થિત કરીને પાછા આપવા જોઇએ. સૂત્ર-૨૭: શય્યા સસ્તારક(પાટ, બાજોઠ આદિ) ખોવાઈ જાય તો તેની શોધ કરવી અને ન મળે તો તેના સ્વામીને ખોવાઈ ગયું છે, તેવી જાણ કરીને પછી બીજા શય્યા સંસ્તારક ગ્રહણ કરવા, જો શોધવાથી મળી જાય અને તેની જરૂરત ન હોય તો પાછા આપી દેવા. સૂત્ર-૨૮-૩૨: સાધુ-સાધ્વી ઉપાશ્રયમાં, શૂન્ય ઘરમાં કે માર્ગ આદિમાં ક્યાં ય પણ આજ્ઞા લઈને રહ્યા હોય અને તેના વિહાર ક્ય પહેલાં જ કોઈ બીજા સાધુ વિહાર કરીને આવે તો તેઓ પૂર્વગ્રહિત(પહેલાં લીધેલી) આજ્ઞાથી ત્યાં રહી શકે છે નવી આજ્ઞા લેવાની જરૂરત નથી રહેતી. જો શૂન્ય રહેઠાણ કે માલિક રહિત ઘરનો કોઈ સ્વામી ક્યારેક અચાનક પ્રગટ થઈ જાય તો ફરી તેની આજ્ઞા લેવી જરૂરી રહે છે. સૂત્ર-૩૩ઃ પ્રામાદિની બહાર સેનાનો પડાવ હોય ત્યાં સાધુ-સાધ્વી ભિક્ષા લેવા માટે અંદર જઈ શકે છે પરંતુ તેને ત્યાં રાત્રિ નિવાસ કરવો કલ્પતો નથી. રાત્રિ નિવાસ કરવાથી ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. રાજકીય ચિન્હો રાજકીય ચિન્હો જે વસ્તુ પર અંકીત કરેલા હોય જેમ કે અશોક ચક્ર, તિરંગો કે અન્ય દેશના ઝંડા, અન્ય ધર્મના ધાર્મિક ચિન્હો, સ્ટેમ્પ પેપર, વસિયતનામા, ચલણીનાણું, ટપાલ ટીકીટો અને અન્ય કોઇ પણ સાધન જેનો રાજયના વ્યવહારમાં ઉપયોગ થતો હોય કે પૂર્વે થયો હોય, ઉપયોગમાં ન લેવા જોઇએ. આથી વ્યવહાર અશુધ્ધિ અને અન્ય કલેશના સંજોગોની શકયતા રહેલી હોય છે. સંસ્થાની માલીકીના સાધનો પણ તે માટેની જવાબદાર વ્યકિતની આજ્ઞા વગર ન વાપરવા જોઇએ. Page #285 -------------------------------------------------------------------------- ________________ jainology 285 આગમસાર સૂત્ર-૩૪ઃ સાધુ-સાધ્વી જે ઉપાશ્રયમાં ઉતર્યા હોય ત્યાંથી કોઈ પણ એક દિશામાં અઢી ગાઉ સુધી ગમનાગમન કરી શકે છે, તેનાથી વધુ નહિ. આહાર પાણી લઈ જવા હોય તો બે ગાઉ સુધી લઈ જઈ શકે છે. બે ગાઉ એટલે ૪000 ધનુષ્ય અર્થાત્ લગભગ સાત કિલોમીટર. ચોથા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર–૧ : મૈથુન સેવન અને રાત્રિ ભોજનનું અનુદ્ધાતિક એટલે ગુરુ પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૨ ત્રણ પ્રકારના દોષ સેવન કરવા પર પારાચિક નામનું દસમું પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) અતિ તીવ્ર દ્વેષ (૨) અતિ(તીવ્ર) પ્રમાદ (૩) કુશીલ સેવન. સૂત્ર-૩ : ત્રણ પ્રકારના દોષ સેવન કરવાથી અનવસ્થાપ્ય નામનું નવમું પ્રાયશ્ચિત્ત આવે છે. (૧) સાધર્મિકની ચોરી (૨) અન્યધર્મિની ચોરી(૩) મારપીટ હિંસા આદિ. સૂત્ર-૪-૯ઃ ત્રણ પ્રકારના નપુંસકોને દીક્ષિત, મુંડિત કે ઉપસ્થાપિત કરવા કલ્પતા નથી. (૧) કૃત યા સ્વાભાવિક નપુંસક (૨) વાત પ્રકોપથી વેદ ધારણ ન કરી શકનારા (૩) ચિંતન માત્રથી વીર્યનું અલન થવાવાળા. સૂત્ર-૧૦-૧૧: ત્રણ ગુણવાળાને વાચના આપવી– (૧) વિનયવંત (૨) અલ્પકષાયી (૩) વિગયમુક્ત. ત્રણ અવગુણવાળાને વાચના ન દેવી– (૧) અવિનીત (૨) દીર્ઘકષાયી (૩) વિગય આસક્ત. સૂત્ર–૧૨–૧૩: ત્રણ પ્રકારની વ્યક્તિઓને સમજાવવી કઠિન છે અને ત્રણ પ્રકારની વ્યક્તિઓને સમજાવવી સરલ છે– (૧) કલુષિત હૃદયી (૨) મૂર્ખ (૩) દુરાગ્રહી- કૃતની. પ્રતિપક્ષે– (૧) પવિત્ર હૃદયી (૨) બુદ્ધિમાન (૩) સરલ, નમ્ર પરિણામી. સૂત્ર–૧૪-૧૫ઃ વિશેષ પરિસ્થિતિમાં સેવા કરનારા સ્ત્રી પુરુષના સ્પશદિથી સાધુ-સાધ્વી મૈથુન સેવનના સંકલ્પ યુક્ત સુખનો. અનુભવ કરે તો તેને ચોથા વ્રતના ભંગ રૂપે ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૬: પહેલા પહોરમાં ગ્રહણ કરેલા આહાર-પાણી ચોથા પ્રહર સુધી ન રાખવા. સૂત્ર-૧૭: બે ગાઉ ઉપરાંત આહાર પાણી ન લઈ જવા. સુત્ર-૧૮: અનાભોગથી ગ્રહણ કરેલ અનેષણીય આહારાદિ ન ખાવા, પરંતુ અનુપસ્થાપિત(વડી દીક્ષા પહેલાં) નવદીક્ષિત સાધુ ખાઈ શકે છે. સૂત્ર-૧૯ : પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓને દેશિક આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી, અન્ય તીર્થકરના સાધુઓને કલ્પ છે. સૂત્ર-૨૦-૨૮ અધ્યયન કરવા માટે, ગણ પરિવર્તન માટે અને અધ્યયન કરાવવા માટે અન્ય ગણમાં જવાનું થાય તો આચાર્યની આજ્ઞા લઈને સૂત્રોક્ત વિધિથી કોઈ પણ સાધુ કે પદવીધર જઈ શકે છે. સૂત્ર-૨૯ઃ કાળધર્મ પામેલા સાધુને તેના સાધર્મિક સાધુ ગૃહસ્થ પાસેથી પ્રતિહારક ઉપકરણ લઈને ગામની બહાર એકાંતમાં લઈ જઈને પરઠી શકે છે. સૂત્ર-૩૦ઃ ક્લેશને ઉપશાંત ર્યા વગર સાધુએ ગોચરી જવું જોઈએ નહિ. કલેશને ઉપશાંત કરીને યથોચિત્ત પ્રાયશ્ચિત્ત દેવું અને લેવું જોઇએ. આગમ વિપરીત પ્રાયશ્ચિત્ત દેવું પણ નહિ અને કોઈ આપે તો લેવું પણ નહિ. સૂત્ર-૩૧ : આચાર્ય પરિહાર તપ વહન કરનારાને સાથે લઈ જઈને એક દિવસ ગોચરી અપાવે. ત્યારપછી આવશ્યક હોય તો જ વૈયાવૃત્ય આદિ કરાવી શકે છે. સૂત્ર-૩ર : વધુ પ્રવાહવાળી નદીઓને એક માસમાં એક વારથી વધુ વાર પાર ન કરવી જોઈએ પરંતુ જંઘાઈ પ્રમાણ(ઘૂંટણથી નીચે) જલ પ્રવાહવાળી નદીને અનિવાર્ય સંજોગોમાં અનુકંપા અને આલોચનાના ભાવ સાથે, સૂત્રોક્ત વિધિથી પાર કરી શકાય છે. સૂત્ર-૩૩-૩૬ : ઘાસના બનેલા મકાનોની ઊંચાઈ ઓછી હોય તો ત્યાં રહેવું ન જોઈએ. પરંતુ અધિક ઊંચાઈ હોય તો રહી શકાય અને ચાતુર્માસ પણ કરી શકાય. પાંચમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર૧-૪ઃ દેવ કે દેવી જો સ્ત્રી અથવા પુરુષનું રૂપ બનાવી સાધુ-સાધ્વીને આલિંગન આદિ કરે ત્યારે તે તેના સ્પર્શ આદિથી મૈથુન ભાવનો અનુભવ કરે તો તેઓને ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-પઃ અન્ય ગણમાંથી કોઈ સાધુ ક્લેશ કરીને આવે તો તેને સમજાવીને શાંત કરવો અને પાંચ દિવસ આદિનો દિક્ષા છેદ પ્રાયશ્ચિત્ત આપીને ફરીથી તેના ગણમાં પાછો મોકલવો. સૂત્ર–૬–૯ઃ જો આહાર ગ્રહણ કર્યા પછી કે ખાતી વખતે એમ જણાય કે સૂર્યાસ્ત થઈ ગયો છે કે સૂર્યોદય થયો નથી તો તે આહારને પરઠી દેવો જોઇએ. જો ખાય તો તેને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૦ઃ રાત્રીના સમયે ઓડકાર આવતા જો ખાધાંશ પાછું મુખમાં આવે તો તેને ગળા નીચે ઉતારી ન જવું, પરંતુ મુખમાંથી બહાર કાઢી પરઠી દેવું જોઇએ. સૂત્ર-૧૧ : ગોચરી કરતી વખતે ક્યારેક આહારમાં સચિત્ત બીજ, રજ કે ત્રસ જીવ દેખાય તો તેને સાવધાનીપૂર્વક કાઢી નાખવું જોઇએ. જો નીકળી શકે તેમ ન હોય તો તેટલો સંસક્ત આહાર પરઠી દેવો જોઇએ. સૂત્ર-૧૨ઃ ગોચરી કરતી વખતે ક્યારેક આહારમાં સચિત્ત જલનું ટીપું આદિ પડી જાય તો ગરમ આહાર હોય તો ખાઈ શકાય છે અને ઠંડો આહાર હોય તો પરઠી દેવો જોઇએ.(જો થોડા સમય પછી અચિત્ત થવાની સંભાવના હોય તો અચિત્ત થયા પછી ખાઈ શકાય છે.] સૂત્ર-૧૩–૧૭: સાધ્વીજીએ ગોચરી, ઈંડિલ કે સ્વાધ્યાય આદિ માટે એકલા ન જવું તથા વિચરણ અને ચાતુર્માસ પણ એકલા ન કરવું. સાધુને એકલા ગોચરી જવાનો તથા વિહાર કરવાનો અહીં નિષેધ નથી. અન્યત્ર પણ અયોગ્ય (અપરિપકવ) ભિક્ષને માટે નિષેધ ફલિત થાય છે. સર્વથા નિષેધ સાધુને માટે કોઈ પણ આગમમાં નથી Page #286 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 286 સૂત્ર−૧૮–૨૧ : સાધ્વીજીએ વસ્ત્ર રહિત હોવું, પાત્ર રહિત હોવું, શરીરને વોસીરાવીને રહેવું, ગામની બહાર આતાપના લેવી કલ્પતી નથી, પરંતુ સૂત્રોક્ત વિધિથી તે ઉપાશ્રયમાં આતાપના લઈ શકે છે. સૂત્ર-૨૨-૪૫ : સાધ્વીજીએ કોઈપણ પ્રકારના આસનથી પ્રતિજ્ઞાબદ્ધ થઈને રહેવું કલ્પતું નથી. પ્રતિજ્ઞા વિના કોઈ પણ આસન કરી શકે છે. સૂત્ર-૪૬-૪૮ : સાધુ-સાધ્વી રાતના રાખેલા આહાર પાણી ઔષધ કે લેપ્ય પદાર્થોને પ્રબલ કારણ વિના ઉપયોગમાં લઈ ન શકે, પ્રબલ કારણથી તે પદાર્થોને બીજા દિવસે ઉપયોગમાં લઈ શકે છે. સૂત્ર-૪૯ : પરિહાર તપ વહન કરનારા સાધુ સેવાને માટે વિહાર કરતાં માર્ગમાં પોતાની કોઈ મર્યાદાનું ઉલ્લંઘન કરી લ્યે તો તેને સેવા કાર્યથી નિવૃત્ત થવા પર અતિ અલ્પ પ્રાયશ્ચિત્ત દેવું જોઇએ. સૂત્ર-૫૦ : અત્યંત પૌષ્ટિક આહાર આવી ગયા પછી સાધ્વીએ અન્ય આહારની ગવેષણા ન કરવી જોઇએ પરંતુ તે આહારથી નિર્વાહ ન થઈ શકે એટલો અલ્પ માત્રામાં જ આહાર હોય, તો ફરીથી ગોચરી લેવા માટે જઈ શકે છે. છઠ્ઠા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧ : સાધુ-સાધ્વીજીએ છ પ્રકારના અકલ્પનીય વચન ન બોલવા જોઇએ (૧) અસત્ય (૨) હીલિત (૩) પ્રિંસીત (૪) કઠોર વચન (૫) ગૃહસ્થના સંબોધન (૬) ક્લેશ ઉત્પાદક વચન. સૂત્ર-૨ : કોઈપણ સાધુ પર અસત્ય આરોપ ન લગાવવો જોઇએ કારણ કે પ્રમાણના અભાવમાં સ્વયંને જ પ્રાયશ્ચિત્તના પાત્ર બનવું પડે છે. સૂત્ર–૩–૬ : સાધ્વી પગમાંથી કાંટો કાઢવા કે આંખમાં પડેલ રજ આદિ કાઢવા શ્રાવિકાની મદદ લઈ શકે છે. સાધુએ અન્ય સાધુથી ન નીકળે તો શ્રાવકની મદદ લઈ યથા યોગ્ય આલોચના, પ્રાયશ્ચછિત લેવું જોઇએ. સૂત્ર-૭–૧૮ : સંઘાડાથી વિખૂટી પડી ગયેલી સાધ્વી કે ઉન્મત્ત, પાગલ, ભયાક્રાંત, અશાંતચિત્ત આદિ સાધ્વીને સહારો સામાન્ય સંજોગમાં તો અન્ય સાધ્વીઓજ આપી શકે. વિશેષ પરિસ્થિતિમાં શ્રાવિકા કે ગ્રહસ્થી(માતાપિતા)ની સહાય લેવી જોઇએ, એજ વિવેક અને નીતી છે.લોકનિંદા થાય તેવું કોઈ કાર્ય કરવું ન જોઈએ. ઓપરેશન વગેરે કોણ કરે તે મહત્વનું નથી કારણકે ત્યારે વેદનીય કર્મના ઉદયને કારણે અશાતાજ ભોગવવાની હોય છે. અને પ્રાયઃ ડોકટરો કોઈ પણ હોઈ શકે છે. તેમાં લોકનિંદાનું કારણ નથી . સૂત્ર-૧૯ : સાધુ-સાધ્વી સંયમ નાશક છ દોષોને જાણીને તેનો પરિત્યાગ કરે. (૧) અસ્થિર કાય રાખવી (૨) ચક્ષુ લોલુપ હોવું (૩) વાચાલ હોવું (૪) તણતણાટ કરવો (૫) ઇચ્છાઓને આધીન થવું (૬) નિદાનકારી થવું. સૂત્ર-૨૦ : સંયમ પાલન કરનારાઓને વિવિધ સાધનાની અપેક્ષાથી છ પ્રકારની આચાર મર્યાદા હોય છે. સ્થવિરકલ્પ, જિનકલ્પ, પરિહારવિશુદ્ધ કલ્પ, સામાયિક ચારિત્ર (ઈત્વરીક અને યાવતજીવન), છેદોપસ્થાપનીય (નિરઅતિચાર અને સઅતિચાર). ઈત્વરીક સામાયિક ચારિત્રીને પછી નિરઅતિચાર છેદોપસ્થાપનીય હોય છે. ॥ બૃહત્કલ્પ સૂત્ર સારાંશ સંપૂર્ણ પરિશિષ્ટ-૧ : તાલ–પ્રલંબ સૂત્ર પર વિચારણા [ઉદ્દેશક-૧, સૂત્ર–૧–૫] સૂત્ર પઠિત ‘તાલ પ્રલમ્બ’ પદ બધા ફળોનું સૂચક છે. એકને ગ્રહણ કરવા પર બધા સજાતિય ગ્રહણ કરી લેવાય છે. એ ન્યાય અનુસાર ‘તાલપ્રલમ્બ’ પદથી તાલ—ફલ સિવાય કેળા, કેરી,આદિ ફળ પણ ગ્રહણ કરવા અભીષ્ટ છે. એવી રીતે ‘પ્રલમ્બ’ પદને અંતઃદીપક(અન્તના ગ્રહણથી આદિ અને મધ્યનું ગ્રહણ) માનીને મૂળ, કન્દ, સ્કન્ધ આદિ પણ ગ્રહણ ર્યા છે. પહેલા, બીજા સૂત્રમાં ‘આમ’ પદનો અપકવ અર્થ અને ‘અભિન્ન’ પદનો શસ્ત્ર અપરણિત અર્થ અને ‘ભિન્ન’ પદનો શસ્ત્ર પરિણત અર્થ છે. ત્રીજા, ચોથા અને પાંચમાં સૂત્રમાં અભિન્ન પદનો અખંડ અર્થ અને પકવ પદનો શસ્ત્ર પરિણત અર્થ અભીષ્ટ છે. ભાષ્યમાં ‘તાલ પ્રલમ્બ’ પદથી વૃક્ષના દસ વિભાગોને ગ્રહણ કરેલ છે. યથા— (મૂલે કંદે ખંધે તયા ય સાલે પવાલ પત્તે ય . પુલ્ફે ફલે ય બીએ, પલંબ સુત્ત િદસ ભેયા) —બૃહત્ક્ષ ઉર્દૂ. ૧, ભાષ્ય ગા. ૮૫૪ આ પાંચ સૂત્રોનો સંયુક્ત અર્થ એ છે કે સાધુ અને સાધ્વીઓ પકવ કે અપકવ ૧. મૂળ ૨. કંદ ૩. સ્કંધ ૪. ત્વક્ ૫. શાલ ૬. પ્રવાલ ૭. પત્ર ૮. પુષ્પ ૯. ફળ અને ૧૦. બીજ; અશસ્ત્ર પરિણત હોય તો તેને ગ્રહણ કરી શકતા નથી. પરંતુ જો તે શસ્ત્ર પરિણત હોય તો તેને સાધુ–સાધ્વી ગ્રહણ કરી શકે છે. આ સૂત્રોમાં પ્રયુક્ત ‘આમ, પકવ, ભિન્ન અને અભિન્ન’, આ ચારે પદોની ભાષ્યમાં દ્રવ્ય અને ભાવથી ચોભંગીઓ કરીને એ બતાવ્યું છે કે ભાવથી પકવ કે ભાવથી ભિન્ન અર્થાત્ શસ્ત્રપરિણત તાલપ્રલમ્બ હોય તો સાધુએ ગ્રહણ કરવું કલ્પે છે. પ્રથમ સૂત્રમાં કાચા તાલપ્રલંબ શસ્ત્રપરિણત ન હોય તો અગ્રાહ્ય કહ્યા છે અને બીજા સૂત્રમાં તેઓને શસ્ત્ર પરિણત(ભિન્ન) થવા પર ગ્રાહ્ય કહ્યા છે. જેવી રીતે બીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી ભિન્ન થવા પર કાચા તાલ પ્રલમ્બ ગ્રાહ્ય કહ્યા છે, એવી રીતે ત્રીજા સૂત્રમાં દ્રવ્ય અને ભાવથી પકવ તાલપ્રલમ્બ સાધુને માટે ગ્રાહ્ય કહ્યા છે. જે ફળ સ્વયં પાકીને જાડ પરથી નીચે પડી ગયું છે અથવા પાકી જવા પર વૃક્ષ પરથી તોડી લેવામાં આવે છે, તેને દ્રવ્ય પકવ કહેવાય છે. તે દ્રવ્યપક્વ ફળ પણ સચિત્ત, સજીવ અને બીજ ગોટલી આદિથી સંયુક્ત હોય છે. તેથી જ્યારે તેને શસ્ત્રથી સુધારીને ગોટલી આદિ દૂર કરી લ્યે અથવા જેમાં અનેક બીજ હોય તો તેને અગ્નિ આદિમાં પકાવીને, ઉકાળીને કે શેકીને સર્વથા અસંદિગ્ધ રૂપથી અચિત્ત–નિર્જીવ કરી લીધુ હોય તો તે ભાવપક્વ શસ્ત્ર પરિણત કહેવાય છે અને તે ગ્રહણ કરવા યોગ્ય હોય છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ jainology 287 આગમસાર એનાથી વિપરીત અર્થાત્ છેદન–ભેદન કરવાથી કે અગ્નિ આદિમાં પકવવાથી પણ અર્ધપક્વ હોવાની દશામાં તેમાં સચિત્ત રહેવાની સંભાવના હોય તો તે ભાવથી અપક્વ અર્થાત્ શસ્ત્ર-અપરિણત કહેવાય છે અને તે અગ્રાહ્ય હોય છે. વનસ્પતિના વિભાગોની સજીવ અવસ્થાઓઃ આગમ ચિંતન વનસ્પતિની જાતિઓ અને વિભાગ: આગમોમાં બાદર વનસ્પતિકાયના બે ભેદ કહ્યા છે– (૧) પ્રત્યેક વનસ્પતિકાય (૨) સાધારણ વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાયના બાર પ્રકાર છે. જેમ કે– (૧) વૃક્ષ (૨) ગુચ્છ (૩) ગુલ્મ (૪) લતા (૫) વેલ (૬) તૃણ (૭) વલય (૮) પર્વ (૯) કુહણા (૧૦) જલરૂહા (૧૧) ધાન્ય (૧૨) હરિત.- ઉત્તરા સૂત્ર અ. ૩૬ તથા પ્રજ્ઞાપના પદ–૧. બાર પ્રકારની તે પ્રત્યેક વનસ્પતિકાયમાં પણ બધી વનસ્પતિઓના દસ વિભાગ હોય છે. જેમ કે- (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા (૫) શાખા (૬) કુંપળ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ (૧૦) બીજ. વિભાગોમાં જીવોની સંખ્યા :- તે દશ વિભાગોમાં પણ પ્રારંભિક કાચી અવસ્થામાં અમુક-અમુક લક્ષણ મળી જાય તો તે દસે વિભાગ મૂળથી લઈને બીજ પર્યતમાં અનંત જીવ હોઈ શકે છે અને ત્યારપછી લક્ષણ પરિવર્તન થતાં અનંત જીવ રહેતા નથી. બટેટા આદિ જે પદાર્થો સાધારણ વનસ્પતિ છે, તેના પણ મૂળ કંદ યાવત્ બીજ પર્યત ૧૦ વિભાગ હોય છે. તેમાં સૂચિત્ત કરેલા નામથી જે કંદ કે મૂળ વિભાગ છે, તે તો અચિત્ત ન થાય ત્યાં સુધી અનંતકાય(અનંત જીવો જ રહે છે, એવું સમજવું જોઇએ અને શેષ ૮ વિભાગ(બીજ પર્યત)માં સત્ર કથિત લક્ષણ મળતા રહે ત્યાં સુધી તે અનંતકાય ૨ I સૂત્ર કથિત લક્ષણ મળતા રહે ત્યાં સુધી તે અનંતકાય રહી શકે છે. જ્યારે લક્ષણ ન મળે તો તે વિભાગ અનંત કાય નથી રહેતા, અસંખ્યાતજીવી અથવા પ્રત્યેક કાર્ય થઈ જાય છે. આ પ્રકારે સાધારણ વનસ્પતિના કંદ કે મૂળ સિવાયના વિભાગ પ્રત્યેક કાર્યો થઈ શકે છે અને પ્રત્યેક વનસ્પતિના દસ વિભાગમાં કાચી પ્રારંભિક અવસ્થામાં અનંત જીવ પણ રહી શકે છે. (અનંત કાયના લક્ષણ માટે જુઓ, અહિંજ આગળ.) વૃક્ષોમાં જીવ સંખ્યા :- અનંતકાયના લક્ષણોના અભાવમાં પ્રત્યેક વનસ્પતિકાય મૂળ કન્દ આદિ દસ વિભાગ યુક્ત સંપૂર્ણ વૃક્ષ અસંખ્યજીવવાળા કે સંખ્યાત જીવવાળા એમ બે પ્રકારના હોય છે તથા તેના મૂળ કદ યાવત્ બીજ પર્યતનો વિભાગ અસંખ્યાત કે સંખ્યાત અથવા એક જીવી પણ હોય છે અને કોઈ વિભાગ નિર્જીવ પણ થઈ જાય છે. વૃક્ષનો મુખ્ય જીવ - વૃક્ષનો મુખ્ય જીવ એક સ્વતંત્ર હોય છે. જેના આત્મ પ્રદેશ વૃક્ષના દસે વિભાગો સુધી રહે છે. આખા વૃક્ષની અવગાહના તેની અવગાહના કહેવાય છે. તે જીવનું આયુષ્ય સમાપ્ત થઈ જવા પર “પઉટ્ટપરિહાર' ન હોય તો આખું વૃક્ષ ધીરે—ધીરે સુકાઈને સૂંઠું બની જાય છે. જો મુખ્ય જીવના મરણ પછી પટ્ટિપરિહાર થઈ જાય અર્થાત્ બીજો જીવ આવીને કે તે જ જીવ પુનઃ આવીને મુખ્ય જીવ પણે ઉત્પન્ન થઈ જાય તો વૃક્ષની સ્થિતિ નવા આવેલા જીવની ઉમર સુધી રહે છે અને તે નવા આવેલ જીવની પર્યાપ્તિ પૂર્ણ થતાં જ પૂર્ણ વૃક્ષની અવગાહના જેવડી અવગાહના થઈ જાય છે. વિભાગોના મુખ્ય જીવ - વૃક્ષના દસ વિભાગોમાં મુખ્ય જીવ અલગ–અલગ હોય છે. એક પત્ર' માં મુખ્ય જીવ એક જ હોય છે. શેષ વિભાગોમાં મુખ્ય જીવ એક કે અનેક કે અસંખ્ય પણ હોઈ શકે છે. વિભાગોના મુખ્ય જીવોના આશ્રયે રહેલા જીવો – આ બધા મુખ્ય જીવોના આશ્રયે અમુક લક્ષણ અવસ્થાઓમાં અનંત, અસંખ્ય કે સંખ્ય જીવ પણ રહી શકે છે. અર્થાત્ અનંતકાયના લક્ષણ હોય ત્યાં સુધી અનંત જીવો, પૂર્ણ કાચી અથવા લીલી અવસ્થામાં રહે ત્યાં સુધી અસંખ્યાતા જીવો અને અર્ધ પક્વ અથવા પક્વ અવસ્થામાં સંખ્યાતા જીવ તથા અનેક જીવ અને પૂર્ણ પક્વ(પાકી) તથા શુષ્ક અવસ્થામાં અનેક કે એક જીવ હોય છે અને કોઈ વિભાગ સુકાઈ જતાં નિર્જીવ પણ થઈ જાય છે. જીવ સંખ્યા નિષ્કર્ષ :- આ પ્રકારે અનેકાન્ત દષ્ટિથી મૂળથી લઈને બીજ સુધીના બધા વિભાગ કોઈ સ્થિતિમાં અનન્ત જીવ, અસંખ્યાત જીવ, સંખ્યાતા જીવ, અનેક જીવ, એક જીવ અને નિર્જીવ પણ હોઈ શકે છે. સ્થિતિઓ:- વૃક્ષના દસ વિભાગોની ભિન્ન-ભિન્ન ઉત્કૃષ્ટ સ્થિતિઓ પણ ભગવતી સૂત્ર શતક ૧૧ તથા શતક–૨૧, ૨૨, ૨૩ માં બતાવી છે. કોઈ પ્રકારનો વ્યાઘાત ન હોય તો તે તે સ્થિતિ પર્યત તેટલા વિભાગ જીવ યુક્ત અર્થાત્ સચિત્ત રહે છે તથા કોઈ વ્યાઘાત થવા પર, તેના પહેલાં પણ તે અચિત્ત થઈ શકે છે. તેની ઉત્કૃષ્ટ સ્થિતિ હોતી નથી. મધ્યમ સ્થિતિ હોય છે. વ્યાઘાત બે પ્રકારના છે જેમ કે– (૧) સ્વાભાવિક આયુષ્ય પૂરું થવા પર (૨) શસ્ત્રથી છેદન-ભેદન થવા પર. બીજ અને ફળોની અવસ્થા - વૃક્ષના મૂળથી લઈને પુષ્પ પર્વતના આઠ વિભાગોનું સચિત્ત અચિત્ત હોવાનો નિર્ણય પ્રાયઃ નિર્વિવાદ છે, અર્થાત્ તે વિભાગ સુકાઈ જતાં કે શસ્ત્ર પ્રયોગ થતાં અચિત્ત થાય છે અને જ્યાં સુધી ભીના હોય કે અગ્નિ આદિથી પૂર્ણ શસ્ત્ર પરિણત ન થાય ત્યાં સુધી સચિત્ત રહે છે. ફળ - વનસ્પતિનો નવમો વિભાગ ફળ છે, તે પણ સુકાઈ જવાથી કે અગ્નિ આદિથી શસ્ત્ર પરિણત થવાથી અચિત્ત થઈ જાય છે અને પુરું પાકુ ફળ તો બીજ અને ડીંટીયાથી અલગ થવાથી સ્વાભાવિક જ અચિત્ત છે, સુકાઈ જવાથી કે અગ્નિ પર શસ્ત્ર પરિણત થવાનો પ્રશ્ન જ નથી રહેતો. તો પણ આ ફળ વિભાગ બીજ કે બીજોથી સંબંધિત હોય છે તે કારણે પૂર્વના આઠ વિભાગોની સમાન તેની નિર્વિવાદ અચિત્તતા સ્વતંત્ર નથી. કેટલાંક ફળો વિવાદસ્પદ છે અને તેથી તથ્ય કેવલી ગમ્ય છે. એક બીજવાળા ફળ – કોઈ ફળમાં એક બીજ(ગોટલી) હોય છે. તે ફળની સાથે જ પૂર્ણ પાકી જાય છે અને સરલતાથી ફળથી અલગ પણ થઈ જાય છે. એવા પાકા ફળોની શેષ અંશની અચિત્તતા નિર્વિવાદ છે, તો પણ ફળનું ડીટીયું સ્વસ્થ છે અર્થાત્ સડી નથી ગયું તો તે સચિત્ત છે, સાથે પાકા ફળોની છાલ પણ સચિત્ત અચિત્ત બંને અવસ્થામાં રહે છે. ૧. તાજા ચમકદાર અને સખત સ્પર્શવાળા સચિત્ત છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ ૨. ગળી જવાથી નરમ થઈ ગયું હોય, ચમક ઓછી થઈ ગઈ હોય અથવા મૂળ રંગમાં કંઈક કાળા ડાઘ કે પરિવર્તન આવ્યું હોય તો તે અચિત્ત. બહુ બીજવાળા ફળ :- – કોઈ ફળમાં ૪-૫, કોઈમાં ૮-૧૦ કોઈમાં ૫૦-૧૦૦ અથવા સેકંડો બીજ હોય છે. કોઈમાં ખસખસથી પણ નાના બીજ હોય છે અને કોઈમાં, ઘણા મોટા હોય છે. કોઈમાં કાળા, કોઈમાં કત્ચાઈ અને કોઈમાં પીળા રંગના બીજ હોય છે અને કોઈ સફેદ રંગના પણ દેખાય છે. કોઈ સુક્ષ્મ તો કોઈ અતિસુક્ષ્મ કદનાં પણ હોય છે. અનાનસ(પાયનેપલ) અને સ્ટ્રોબેરી જેવા ફળોમાં બીજ શોધ્યાય જડતા નથી.પાયનેપલની છાલ પર જે શેરડીની ગાંઠ જેવી ગાંઠો હોય છે તેમાં તેના બી હોય છે. સ્ટ્રોબેરીનાં બી તેની છાલ પર બહાર હોય છે. એમાં જે બીજ કઠોરતા યુક્ત થઈ જાય છે, તેઓ પરિપક્વ અને એક જીવી હોય છે અને સહજ ફળના ગરથી અલગ થઈ જાય છે. જે કઠોર હોતા નથી અને જે સફેદ કોમળ નાના કે થોડા મોટા બીજ હોય છે, તે અપરિપક્વ અને સંખ્યાત તથા અસંખ્યાત જીવી કે અનંત જીવી પણ હોય છે અને ફળના(માવા) ગરમાંથી સહજ નીકળતા નથી. કોઈ ફળોમાં બધા પરિપક્વ બીજ રહે છે અને કોઈ ફળોમાં પરિપક્વ અને અપરિપક્વ(સફેદ કે નરમ) બંને પ્રકારના બીજ રહે છે એટલા માટે બીજ, છાલ ને ડીંટીયાના કારણે ફળની અચિત્તતા નિર્વિવાદ રહેતી નથી. બધી અપેક્ષાએ વિચારણા કરવાથી જ તેની અચિત્તતાનો નિર્ણય થાય છે. 288 વનસ્પતિનો ઉત્પાદક જીવ :– વૃક્ષની ઉત્પત્તિનું મૂળ કારણ હોવાથી અંતિમ દસમા વિભાગને બીજ કહેવાય છે. કોઈ-કોઈ વનસ્પતિની ઉત્પત્તિમાં બીજ સિવાય અન્ય વિભાગ પણ કારણ બને છે. તેથી તેઓને પણ આગમમાં માત્ર બીજ ન કહીને બીજ શબ્દની સાથે સૂચિત્ત ક્યું છે. જેમ કે—( અગ્ગુબીયા, મૂલબીયા, પોરબીયા, ખંદબીયા વનસ્પતિઓ ) વનસ્પતિના આ સ્થાન બીજ રૂપ નહિ હોવા છતાં પણ અર્થાત્ સ્કંદ, મૂળ,પર્વ હોવા છતાં બીજનું કાર્ય(વૃક્ષ ઉત્પત્તિરૂપ કાર્ય) કરનારા છે. આ ચાર પ્રકારની વનસ્પતિઓના ફળ અને બીજ સ્વતંત્ર પણ હોઈ શકે છે. તથાપિ તેઓના આ વિભાગ બીજનું કાર્ય કરનારા હોવાથી બીજ રૂપ કહેવાય છે. એટલે કોઈ વૃક્ષ કલમ ક૨વાથી લાગે છે. તથાપિ બધી વનસ્પતિઓ પોતાના બીજથી તો ઊગે જ છે, એમાં કોઈ સંદેહ નથી. સાધારણપણે ઉગવાવાળો વિભાગ બીજ છે અને કોઈ–કોઈ વનસ્પતિ સ્કંધ પર્વ આદિથી ઉગે છે. સ્કંધ પર્વ આદિ । સુકાઈ ગયા પછી ન ઉગે. તેથી તે સચિત્ત લીલી અવસ્થામાં જ ઉગે છે, પરંતુ બીજ વિભાગ પાકી ગયા પછી કે સુકાઈ ગયા પછી જ ઉગે છે, લીલા હોય ત્યારે ઉગતાં નથી. = બીજોનો ચિત્ત રહેવાનો કાળ(ઉંમર) ઠાણાંગ સૂત્ર અને ભગવતી સૂત્રમાં ધાન્યોની ઉંમર ૩ વર્ષ, દ્વિદલોની ૫ વર્ષ અને શેષ અન્ય બીજોની ૭ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. ત્રણ પ્રકારની સ્થિતિઓમાં સમસ્ત વનસ્પતિના બીજોનો સમાવેશ થઈ જાય છે અર્થાત્ ૭ વર્ષથી અધિક કોઈપણ બીજ સજીવ રહેતા નથી. તેઓની આ સ્થિતિ વૃક્ષ પર તો બહુ અલ્પ વીતે છે. પરંતુ વૃક્ષથી અલગ થયા પછી અને સુકાયા પછી વધુ વીતે છે. આવી રીતે દસ વિભાગમાંથી આ બીજ વિભાગ જ એવો છે જે સુકાઈ જવા છતાં વર્ષો સુધી સચિત્ત રહે છે અને ઉગવાની શક્તિ ધારણ કરી રાખે છે. વિકસિત અને પરિપકવ અવસ્થા ઃ ફળ અને બીજનો પહેલાં પૂર્ણ વિકાસ થાય છે.પૂર્ણ વિકાસ પછી તેમાં પરિપક્વ અવસ્થા આવે છે જ્યારે ફળની પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે ત્યારે બીજની પણ પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે અને ફળના પરિપક્વ થવાની સાથે કોઈ બીજ પણ પરિપક્વ થવા લાગે છે. કેટલાક ફળો વૃક્ષ પર જ પરિપક્વ થયા પછી તોડવામાં આવે છે અને કોઈ ફળ પૂર્ણ પરિપક્વ થયા પહેલાં જ તોડીને બીજા પ્રયોગથી પૂર્ણ પરિપકવ બનાવાય છે. વૃક્ષ પર પૂર્ણ પરિપક્વ બનનારા ફળોના બીજમાં તો ઉગવાની યોગ્યતા બની જ જાય છે. પરંતુ અન્ય પ્રયોગથી પરિપકવ બનાવાએલા કેટલાક ફળોના બીજ પરિપક્વ બને છે અને કોઈ ફળોના બીજ પરિપક્વ બનતા નથી તથા અનેક બીજવાળા એક ફળમાં પણ કોઈ બીજ પરિપક્વ થાય છે, કોઈ બીજ પરિપક્વ થતા નથી. ઉત્પાદક(ઉગવાની) શક્તિ :– વૃક્ષ પર કે પછી જે બીજ પૂર્ણ પરિપક્વ બનતું નથી, તેમાં પૂર્ણ વિકસિત અવસ્થા હોવા છતાં પણ ઉગવાની યોગ્યતા આવતી નથી. જે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે તે જ ઉગી શકે છે. ફળની પૂર્ણ વિકસિત અવસ્થા થવા પર બીજની પણ પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે. તે લાંબી સ્થિતિ સુધી સચિત્ત રહી શકે છે, પરંતુ ઉગવાની યોગ્યતા તો પૂર્ણ પરિપકવ થવા પર જ થાય છે. તેથી કોઈ બીજમાં ઉગવાની યોગ્યતા રહે છે ને કોઈ બીજમાં રહેતી નથી. જેમાં ઉગવાની યોગ્યતા છે તે ૩-૫-૭ વર્ષની સ્થિતિ સમાપ્ત થવા પર અચિત્ત થઈ જવા છતાં પણ ઉગી શકે છે,(પઉદ્મપરિહારથી). અને ઉગવાની યોગ્યતા વગરનાં ચિત્ત હોવા છતાં પણ નથી ઉગતા . તેથી ફળની પૂર્ણ વિકસિત અવસ્થાનું પૂર્ણ વિકસિત બીજ પોતાની સ્થિતિ પર્યંત સચિત્ત રહી શકે છે અને ફળની પૂર્ણ પરિપક્વ અવસ્થાનું પૂર્ણ પરિપક્વ બીજ પોતાની સ્થિતિ પર્યંત તથા તેના પછી તે અચિત્ત થઈ જવા પર પણ અખંડ રહે ત્યાં સુધી ઉગી શકે છે. તેથી એમ સમજવું જોઇએ કે ઉગવાના લક્ષણ જુદા છે અને સચિત્ત હોવાના લક્ષણ જુદા છે. બંનેને કંઈક તો સંબંધ છે પણ અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી. બીજ અને ફળનો ગર(માવા) સાથેનો સંબંધ :– ફળમાં બીજ પૂર્ણ પરિપક્વ ન થયું હોય યા ફળ સ્વયં પૂર્ણ પરિપક્વ ન થયું હોય તો ફળનો માવો(ગર) પણ પૂર્ણ અચિત્ત કહી શકાતો નથી. ફળના પૂર્ણ પરિપક્વ થયા પછી તેના ડીંટીયામાં અને બીજમાં જીવ રહે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ jainology 289 આગમસાર શેષ ગર(માવા) વિભાગ અચિત્ત થઈ જાય છે. જો ફળમાં બીજનો વિકાસ થયો ન હોય અથવા બીજ પૂરું પરિપક્વ થયું ન હોય તો તેનો ગર(માવો) સચિત્ત કે મિશ્ર હોય છે. શસ્ત્ર પરિણત થવા પર જ તે અચિત્ત થઈ શકે છે, તેની પહેલા તે અચિત્ત થતું નથી. ત્રણ યોનિ – પન્નવણા સૂત્રના યોનિપદ ૯ માં વનસ્પતિની સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ યોનિ બતાવી છે. તેથી પૂર્ણ અચિત્ત બીજ પણ ઉગી શકે છે,(પટ્ટિપરિહારથી). આ આગમ પ્રમાણથી પણ ઉગવાની અને સચિત્ત હોવાની સાથે અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી. પરંતુ એ સ્પષ્ટ થાય છે કે વનસ્પતિ સચિત્ત અચિત્ત બીજોથી પણ ઉગી શકે છે અને સંમૂર્છાિમ અર્થાત્ બીજ વિના પણ ઉગે છે. અનંતકાય જિગ્નેશ – અનંતકાયનો શો અર્થ છે? જેમાં એક નાનકડા શરીરમાં અનંત જીવ હોય અને જેમાં પ્રતિક્ષણ તે જીવ જગ્યા કે મર્યા કરે છે, તે પદાર્થને અનંતકાય કહે છે. જિગ્નેશ :- નાના શરીરનો આશય શું થાય? જ્ઞાનચંદ -એક સોયના અગ્રભાગ પર અસંખ્ય ગોળા હોય, પ્રત્યેક ગોળામાં અસંખ્ય પ્રતર હોય છે, પ્રત્યેક પ્રતરમાં અસંખ્ય શરીર હોય છે અને એ નાના (નાનકડા) શરીરમાં અનંત જીવ હોય છે. જિશ - આ અનંતકાય શું કંદમૂળ જ હોય છે? જ્ઞાનચંદ – કંદમૂળ તો અનંતકાય હોય જ છે. તે સિવાય પણ અનેક અનંતકાય હોય છે. જેમ કે– (૧) જ્યાં પણ, જેમાં પણ કુગ થાય તે ફુગ અનંતકાય છે. (૨) જે વનસ્પતિના પાંદડા વગેરે કોઈપણ ભાગમાંથી દૂધ નીકળે ત્યારે તે અવસ્થામાં. દા.ત. આકડાનું પાન, કાચી મગફળી વગેરે. (૩) જો કોઈ પણ લીલું શાક કે વનસ્પતિનો ભાગ તોડતા એક સાથે “તડ' એવો અવાજ આવે અને તે ભાગ તૂટી જાય. જેમ કે ભીંડા, કાકડી, તુરિયા વગેરે. (૪) જે વનસ્પતિને ચાકૂ વડે ગોળાકાર કાપવાથી તેની સપાટી પર રજકણ જેવા જલબિંદુ દેખાય તે. (૫) જે વનસ્પતિની છાલ, અંદરના ગરથી પણ જાડી હોય તે અનંતકાય છે. (૬) જે પાંદડામાં રગો દેખાય નહીં તે. (૭) જે કંદ અને મૂળ ભૂમિની અંદર પાકીને નીકળે તે. (૮) બધી જ વનસ્પતિના કાચા મૂળિયા. (૯) બધીજ વનસ્પતિની કાચી કૂંપળો. (૧૦) કોમળ તથા રગો દેખાય નહીં તેવી પાંખડીયોવાળાં ફૂલ. (૧૧) પલાળેલા કઠોળ કે ધાન્યમાં તત્કાળ ફણગા ફૂટયા હોય તે. (૧૨) કાચા કોમળ ફળ-આમલી, મંજરી વગેરે. ઉપર જણાવેલ લક્ષણો વનસ્પતિના કોઈ પણ વિભાગમાં દેખાય તો તે બધાં વિભાગો અનંતકાય છે. વિશેષ જાણકારી તથા પ્રમાણ માટે પન્નવણા સૂત્રનું અધ્યયન કરવું જોઇએ. જુઓ સારાંશ ભાગ–૨. કંદમૂળના કેટલાક નામો આ મુજબ છે– (૧) કાંદા, બટેટા (૨) રતાળુ (૩) સૂરણ (૪) બીટ, વજકંદ (૫) લીલી હળદર, આંબા હળદર (૬) આદુ (૭) ડુંગળી (૮) લસણ (૯) ગાજર (૧૦) મૂળા (૧૧) અડવી (૧૨) સક્કરીયા વગેરે. પરિશિષ્ટ-૨: ફ્લેશ ઉત્પત્તિ અને તેની ઉપશાંતિ [ઉદ્દેશક-૧ઃ સૂત્ર-૩૪] જો કે સાધુ આત્મસાધનાને માટે સંયમ સ્વીકાર કરી પ્રતિક્ષણ સ્વાધ્યાય, ધ્યાન આદિ સંયમ ક્રિયાઓમાં અપ્રમત ભાવથી વિચરણ કરે છે તથાપિ શરીર, આહાર, શિષ્ય, ગુરુ, વસ્ત્ર, પાત્ર આદિ કષાયના નિમિત્ત બની જાય છે કારણ કેઃ ૧. પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ, ક્ષયપક્ષમ, વિવેક ભિન્ન-ભિન્ન હોય છે. ૨. ક્રોધ-માન આદિ કષાયોની ઉપશાંતિ પણ બધાની અલગ-અલગ હોય છે. ૩. પરિગ્રહત્યાગી હોવા છતાં દ્રવ્યો અને ક્ષેત્રોના પ્રત્યે અમમત્વ ભાવમાં ભિન્નતા રહે છે. ૪. વિનય, સરલતા, ક્ષમા, શાંતિ આદિ ગુણોના વિકાસમાં બધાને એક સમાન સફળતા મળતી નથી. ૫. અનુશાસન કરવામાં અને અનુશાસન પાળવામાં પણ બધાની ક્ષમતા બરાબર હોતી નથી. ૬. ભાષા પ્રયોગનો વિવેક પણ પ્રત્યેકનો ભિન્ન-ભિન્ન હોય છે. ઈત્યાદિ કારણોથી સાધનાની અપૂર્ણ અવસ્થામાં– પ્રમાદવશ, ઉદયભાવથી ભિક્ષુઓ–ભિક્ષુઓ વચ્ચે પરસ્પર ક્યારેક કષાય કે કલેશ ઉત્પન્ન થઈ જાય છે. ભાષ્યકારે કલહ ઉત્પત્તિના નિમિત્ત કારણ આ પ્રમાણે બતાવ્યા છે. (૧) શિષ્યોને માટે (૨) ઉપકરણોને માટે (૩) કટુ વચનના ઉચ્ચારણથી (૪) ભૂલ સુધારવાની પ્રેરણા કરવાના નિમિત્તથી (૫) પરસ્પર સંયમ નિરપેક્ષ ચર્ચા વાર્તા અને વિકથાઓના નિમિત્તથી (૬) શ્રદ્ધા સમ્પન્ન વિશિષ્ટ સ્થાપના કુલોમાં ગોચરી કરવા કે નહિ કરવાના નિમિત્તથી. ક્લેશ ઉત્પન્ન થયા પછી પણ સંયમશીલ મુનિના સંજવલન કષાયને કારણે અશાંત અવસ્થા અધિક સમય રહેતી નથી. તે સાવધાન થઈને આલોચના પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ જાય છે. પરંતુ પ્રસ્તુત સૂત્રમાં એક વિશિષ્ટ સંભાવના બતાવીને, તેનું સમાધાન ક્યું છે કે ક્યારેક કોઈ સાધુ તીવ્ર કષાયોદયમાં આવીને સ્વેચ્છાવશ ઉપશાંત થવા ન ઇચ્છે ત્યારે બીજા ઉપશાંત થનારા સાધુએ તે વિચારવું જોઇએ કે ક્ષમાપના, શાંતિ, ઉપશાંતિ આદિ આત્મનિર્ભર છે, પરવશ નથી. જો યોગ્ય ઉપાય કરવા છતાં પણ બીજો શાંત ન થાય અને વ્યવહારમાં શાંતિ પણ ન લાવે તો તેના કોઈપણ પ્રકારના વ્યવહારથી ફરીથી અશાંતિ ન થવી જોઇએ. સ્વયં પૂર્ણ ઉપશાંત અને કષાય રહિત થઈ જવાથી સ્વયંની આરાધના રહેવાથી તેની જ વિરાધના થાય છે, બંનેની નહિ, તેથી સાધુને માટે એ જિનાજ્ઞા છે કે સાધક સ્વયં પૂર્ણ ઉપશાંત થઈ જાય. આ વિષયમાં પ્રશ્ન ઉપસ્થિત ર્યો છે કે જો અન્ય સાધુ ઉપશાંત ન થાય અને ઉક્ત વ્યવહાર પણ શુદ્ધ ન કરે તો એકલાને ઉપશાંત થવું શું જરૂરી છે? તેના ઉત્તરમાં સમજાવ્યું છે કે “કષાયોની ઉપશાંતિ કરવી” એ સંયમનું મુખ્ય લક્ષણ છે. તેનાથી વીતરાગ Page #290 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 290 ભાવની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક સ્થિતિમાં શાંત રહેવું એ જ સંયમ ધારણ કરવાનો અને પાલન કરવાનો સાર છે. તેથી પોતાના સંયમની આરાધના માટે, સ્વયં સર્વથા ઉપશાંત થઈ જવું અત્યંત આવશ્યક સમજવું. પરિશિષ્ટ-૩ઃ શૌચ અને સ્વાધ્યાય માટે રાત્રિમાં ગમનાગમન વિધિ [ઉદ્દેશક-૧ સૂત્ર-૪૬-૪૭] મલમૂત્ર ત્યાગવાના સ્થાનને “વિચાર–ભૂમિ' કહેવાય છે અને સ્વાધ્યાયના સ્થાનને “વિહાર–ભૂમિ' કહેવાય છે. રાત્રિના સમયમાં કે સંધ્યાકાળમાં જો કોઈ સાધુને મલમૂત્ર વિસર્જન માટે જવાનું જરૂરી હોય તો તેને પોતાના સ્થાનથી, બહાર(વિચાર-ભૂમિમાં) એકલા જવું ન જોઈએ. એવી રીતે ઉક્તકાલમાં જો સ્વાધ્યાયાર્થે વિહારભૂમિમાં જવું હોય તો ઉપાશ્રયની બહાર એકલા ન જવું જોઈએ. એક કે બે સાધુને સાથે લઈને જઈ શકાય છે. ઉપાશ્રયનો અંદરનો ભાગ તથા ઉપાશ્રયની બહાર સો હાથનું ક્ષેત્ર ઉપાશ્રયની સીમામાં ગયું છે, તેનાથી દૂર જવાની અપેક્ષાથી સત્રમાં બહિયા” શબ્દનો પ્રયોગ ર્યો છે અથવા ગામની બહાર એવો અર્થ પણ “બહિયા’ શબ્દનો થાય છે. સ્વાધ્યાયને માટે કે મલ વિસર્જન માટે દૂર જઈને પુનઃ આવવામાં સમય અધિક લાગે છે. આ કારણથી એકલા જવામાં અનેક આપત્તિઓ અને આશંકાઓની સંભાવના રહે છે. જેમ કે– (૧) સર્પ આદિ જાનવરના કરડવાથી, મૂચ્છ આવવાથી કે કોઈ ટક્કર લાગવાથી પડી શકે છે. (૨) ચોર, ગ્રામ રક્ષક આદિ પકડી શકે છે અને મારપીટ કરી શકે છે. (૩) અથવા આયુ સમાપ્ત થઈ જાય તો તેના મરવાની ઘણા સમય સુધી કોઈને જાણકારી થતી નથી. ઇત્યાદિ કારણોથી રાત્રિમાં એકલા સાધુએ મલ ત્યાગ માટે અને સ્વાધ્યાય કરવા માટે ઉપાશ્રયની સીમાની બહાર ન જવું જોઇએ. ઉપાશ્રયની સીમામાં જવાથી ઉક્ત દોષોની સંભાવના પ્રાયઃ રહેતી નથી. કારણ કે ત્યાં તો અન્ય સાધુઓનું આવવા જવાનું રહ્યા કરે છે અને કોઈ અવાજ થાય તો સાંભળી પણ શકાય છે. સાધુઓની સંખ્યા વધુ હોય અને મકાન નાનું હોય અથવા ઉપાશ્રયમાં અસ્વાધ્યાયનું કોઈ કારણ થઈ જાય તો રાત્રિમાં સ્વાધ્યાય માટે અન્યત્ર ગમનાગમન કરી શકાય છે, અન્યથા રાત્રિમાં ઈર્યાનો કાલ ન હોવાથી ગમનાગમન કરવાનો નિષેધ જ છે. ઉપાશ્રયની યાચના કરતી વખતે પણ તે મળ મૂત્ર ત્યાગવાની ભૂમિથી સમ્પન્ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ, એવું વિધાન આચા. શ્રુ. ૨ અ.૨ ૧.રમાં તથા દશવૈ. અ. ૮ ગાથા-પર માં છે. મળ મૂત્ર આદિ શરીરના સ્વાભાવિક વેગોને રોકી શકાતા નથી એટલે રાત્રિમાં પણ આવશ્યક હોય ત્યારે કોઈ સાધુને બહાર જવું પડે છે. ભાષ્યકારે બતાવ્યું છે કે જો સાધુ ભયભીત થનારા ન હોય અને ઉપયુર્કત દોષોની સંભાવના ન હોય તો સાથેના સાધુઓને સૂચિત્ત કરીને સાવધાની રાખતા એકલા પણ જઈ શકે છે. બે સાધુ છે, એક બીમાર છે અથવા ત્રણ સાધુ છે, એક બીમાર છે, એકને તેની સેવામાં બેસવું જરૂરી છે તો તેને સૂચિત્ત કરીને સાવધાની રાખીને એકલા પણ જઈ શકાય છે. અનેક કારણોથી અથવા અભિગ્રહ, પડિમા આદિ ધારણ કરવાથી એકલા વિચરવાવાળા સાધુ પણ ક્યારેક રાત્રિમાં બહાર જવું પડે તો સાવધાની રાખીને જઈ શકે છે. ઉત્સર્ગવિધિથી સૂત્રમાં કહ્યા અનુસાર એક કે બે સાધુઓને સાથે લઈને જ જવું જોઇએ. એકથી પણ અધિક સાધુઓને સાથે લઈ જવાનું કારણ એ છે કે ક્યાંક-ક્યાંક અત્યધિક ભયજનક સ્થાન હોય છે. સાધ્વીને તો દિવસે પણ ગોચરી આદિ ક્યાંય પણ એકલા જવાનો નિષેધ જ છે. અતઃ રાત્રિમાં તો તેનું ધ્યાન રાખવું વધુ આવશ્યક છે. બે થી અધિક સાધ્વીજીઓને જવાનું અર્થાત્ ત્રણ કે ચારને જવાનું કારણ માત્ર ભયજનક સ્થિતિ કે ભયભીત હોવાની પ્રકૃતિ જ સમજવી જોઇએ. શેષ વિવેચન સાધુ સંબંધી વિવેચનની સમાન જ સમજવું જોઈએ. પરંતુ સાધ્વીજીઓને કોઈ પણ પ્રકારના અપવાદમાં પણ એકલા જવાનું ઉચિત્ત નથી અને કોઈ વિશેષ પરિસ્થિતિ હોય તો શ્રાવિકાને સાથે લઈને જવું શ્રેયસ્કર રહે છે અન્ય કોઈ વિશેષ પરિસ્થિતિમાં તેઓ ઉચ્ચાર માત્રકમાં મલ વિસર્જન કરી પ્રાતઃ કાલે પરઠી પણ શકે છે અને તેનું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરી શકે છે. પરિશિષ્ટ-૪: આખી રાત પાણી અને અગ્નિ રહેવાવાળા સ્થાન [ઉદ્દેશક-૨: સૂત્ર-૭] : જે મકાનમાં આખી રાત કે રાતદિવસ અગ્નિ બળતી રહે છે, તે(કુંભાર શાળા કે લુહારશાળા) સ્થાનમાં સાધુને રહેવું કલ્પતું નથી. જો રહેવાના સ્થાનમાં અને ગમનાગમનના માર્ગમાં અગ્નિ જલતી ન હોય પરંતુ અન્યત્ર ક્યાંય પણ (વિભાગમાં) જલતી હોય, તો રહેવું કહ્યું છે. એવી રીતે સંપૂર્ણ રાત્રિ કે દિવસ-રાત્રિ જયાં દીપક જલે છે તે સ્થાન પણ અકલ્પનીય છે. અગ્નિ કે દીપક યુક્ત સ્થાનમાં રહેવાથી દોષ :- (૧) અગ્નિ કે દીપકની પાસે ગમનાગમન કરવાથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. (૨) હવાથી કોઈ ઉપકરણ પડીને બળી શકે છે. (૩) દીપકને કારણે આવનારા ત્રસ જીવોની વિરાધના થાય છે. (૪) ઠંડી નિવારણ કરવા માટેનો સંકલ્પ ઉત્પન્ન થઈ શકે છે. આચા. શ્રુ. ૨ અ. ૨ ઉ. ૩મા પણ અગ્નિયુક્ત સ્થાનમાં રહેવાનો નિષેધ છે અને નિશીથ ઉ. ૧૬ માં, એના પ્રાયશ્ચિત્તનું વિધાન છે, એને પણ સર્વ રાત્રિની અપેક્ષાએ સમજવું. આ આગમ સ્થળોમાં અલ્પકાલીન અગ્નિ કે દીપકનો નિષેધ ર્યો નથી. કારણ કે આ સુત્રના પ્રથમ ઉદ્દેશકમાં પુરુષ સાગારિક ઉપાશ્રયમાં સાધુને અને સ્ત્રી સાગારિક ઉપાશ્રયમાં સાધ્વીને રહેવાનું વિધાન છે, જ્યાં અગ્નિ કે દીપક જલવાની સંભાવના પણ રહે છે. તેથી આ સૂત્રોથી સંપૂર્ણ રાત્રિ અગ્નિ જલવાના સ્થાનોનો જ નિષેધ સમજવો જોઇએ. અન્ય વિવેચન પૂર્વ સૂત્રની સમાન સમજવું જોઇએ. Page #291 -------------------------------------------------------------------------- ________________ 291 jainology આગમસાર જે સ્થાનોમાં પુરુષ કે સ્ત્રી કોઈ પણ સ્વપક્ષનો નિવાસ હોય ત્યાં અગ્નિ અને પાણી તો રહે જ છે, કારણ કે તેઓ પીવા માટે પાણી રાખશે અને અન્ય કાર્ય માટે સમય પર અગ્નિ અને દીપક જલાવે, તે સ્વાભાવિક છે. તેઓને પીવાનું પાણી અલગ વિભાગમાં રહે છે અને તેઓના દીપક અને અગ્નિ પણ અલગ વિભાગમાં રહે છે, અથવા અલ્પકાલીન હોય છે, સંપૂર્ણ દિવસ રાત જલનારા નથી. હોતા. ભાષ્યકારે અગ્નિ અને દીપક સંબંધી થનારા જે દોષ બતાવ્યા છે, તે વધારે ખુલ્લા દીપકમાં ઘટિત થાય છે તથાપિ વર્તમાનની વિજળીમાં પણ કંઈક તો ઘટિત થાય છે, અર્થાત્ ત્રસ જીવોની વિરાધના અને પ્રકાશનો ઉપયોગ લેવાના પરિણામ કે પ્રવૃત્તિ થવી તેમા પણ સંભવ છે. નિષ્કર્ષ આ જ છે કે ગૃહસ્થની નિશ્રાવાળા અલગ વિભાગમાં પાણી રહે કે અલ્પ સમય માટે ક્યાંય પણ અગ્નિ દીપક જલે તો સાધુને રહેવામાં બાધા નથી, પરંતુ રાત આખી અગ્નિ કે દીપક સળગે અને સાધુની નેશ્રાવાળા વિભાગમાં દિવસ રાત પાણી રહે તો ત્યાં ન રહેવું જોઇએ; અન્ય સ્થાનના અભાવમાં એક બે રાત્રિ રહી શકે છે. પાણીના નિષેધ વિષે સૂત્રમાં અચિત્ત જલનું જ કથન છે. તથાપિ સચિત્ત જલની વિરાધના થવાનો સંભવ હોય તો ત્યાં પણ ન રહેવું જોઇએ. પરિશિષ્ટ-પ: દસ કલ્પ અને તેના વિકલ્પો [ઉદ્દેશક-૪ સૂત્ર-૧૯] જે સાધુ અચલકલ્પ આદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત થાય છે અને પંચયામ રૂપ ધર્મનું પાલન કરે છે? એવા પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુઓને કલ્પસ્થિત કહે છે. જે અચલકલ્પ આદિ દસ પ્રકારના કલ્પમાં સ્થિત નથી પરંતુ અમુક જ કલ્પોમાં સ્થિત છે અને ચાત્યામ રૂપ ધર્મનું પાલન કરે છે એવા મધ્યવર્તી બાવીશ તીર્થકરોના સાધુ અકલ્પસ્થિત કહેવાય છે. જે આહાર ગૃહસ્થોએ કલ્પસ્થિત સાધુઓને માટે બનાવ્યો છે, તેને તેઓ ગ્રહણ કરી શકતા નથી. પરંતુ અકલ્પસ્થિત સાધુ ગ્રહણ કરી શકે છે. તેમજ જે આહાર અકલ્પસ્થિત સાધુઓ માટે બનાવ્યો હોય તેને અન્ય અકલ્પસ્થિત સાધુ ગ્રહણ કરી શકે છે અને બધા કલ્પસ્થિત સાધ ગ્રહણ કરી શકતા નથી. દસ કલ્પ(સાધના આચાર) આ પ્રકારે છે૧. અચલકલ્પ– અમર્યાદિત વસ્ત્ર ન રાખવા પરંતુ મર્યાદિત વસ્ત્ર રાખવા. રંગીન વસ્ત્ર ન રાખવા પરંતુ સ્વાભાવિક રંગના અર્થાત્ સફેદ રંગના વસ્ત્ર રાખવા. મૂલ્યવાન ચમકતા વસ્ત્ર ન રાખવા પરંત અલ્પ મૂલ્યના સામાન્ય વસ્ત્ર રાખવા. ૨. ઔદેશિક કલ્પ– અન્ય કોઈ પણ સાધર્મિક કે સાંભોગિક સાધુઓના ઉદેશ્યથી બનાવેલા આહાર આદિ દેશિક દોષવાળા હોય છે. એવો આહાર ગ્રહણ ન કરવો. ૩. શય્યાતરપિંડ કલ્પ– શય્યાદાતા(મકાન માલિક)ના આહારાદિ ગ્રહણ ન કરવા. ૪. રાજપિંડ કલ્પ– મુકુટ અભિષિક્ત, રાજાઓના આહારદિન લેવા. ૫. કૃતિકર્મ કલ્પ– રત્નાધિકને વંદન આદિ વિનય વ્યવહાર કરવો. ૬. વ્રત કલ્પ- પાંચ મહાવ્રતોનું પાલન કરવું અથવા ચાર યામનું પાલન કરવું, ચાર યામમાં ચોથા અને પાંચમા મહાવ્રતનું સમ્મિલિત નામ (બહિદ્દાણ) છે. ૭. જ્યેષ્ઠ કલ્પ– જેની વડી દીક્ષા(ઉપસ્થાપના) પહેલા થઈ હોય છે, તે જ્યેષ્ઠ કહેવાય છે. તેઓને જ્યેષ્ઠ માનીને સર્વ વ્યવહાર કરવો તે જ્યેષ્ઠ કલ્પ કહેવાય છે. સાધ્વીઓને માટે બધા સાધુ યેષ્ઠ હોય છે, તેથી તેઓને જ્યેષ્ઠ માનીને વ્યવહાર કરવો, તે પુરુષ જ્યેઠ કલ્પ કહેવાય છે. ૮. પ્રતિક્રમણ કલ્પ– નિત્યનિયમિત રૂપથી દૈવસિક અને રાત્રિક પ્રતિક્રમણ કરવું. ૯. માસ કલ્પ– હેમંત અને ગ્રીષ્મ ઋતુમાં વિચરણ કરતા થકાં કોઈ પણ પ્રામાદિમાં એક માસથી અધિક ન રહેવું તથા એક માસ રહ્યા પછી બે માસ સુધી ફરીથી ત્યાં આવીને ન રહેવું, સાધ્વીને માટે એક માસના સ્થાન પર બે માસનો કલ્પ સમજવો. ૧૦. ચાતુર્માસ કલ્પ– વર્ષા ઋતુમાં ચાર માસ સુધી એક જ પ્રામાદિમાં સ્થિત રહેવું ,વિહાર ન કરવો. ચાતુર્માસ પછી તે ગામમાં ન રહેવું અને આઠ માસ(અને પછી ચાતુર્માસ આવી જવાથી બાર માસ) સુધી ફરીથી ત્યાં આવીને ન રહેવું. આ દસ કલ્પનું પ્રથમ અને અંતિમ તીર્થકરના સાધુ-સાધ્વીઓએ પાલન કરવું આવશ્યક હોય છે. મધ્યમ તીર્થકરોના સાધુ સાધ્વીઓએ ચાર કલ્પનું પાલન કરવું આવશ્યક હોય છે, શેષ છ કલ્પોનું પાલન કરવું તેઓને આવશ્યક નથી. ચાર આવશ્યક કલ્પ– (૧) શય્યાતરપિંડ કલ્પ (૨) કૃતિકર્મ કલ્પ (૩) વ્રત કલ્પ (૪) જ્યેષ્ઠ કલ્પ. છ ઐચ્છિક કલ્પોનું સ્પષ્ટીકરણ:(૧) અચેલ– અલ્પ મૂલ્ય કે બહુમૂલ્ય તેમજ અલ્પ કે અધિક પરિમાણમાં ઈચ્છાનુસાર જે મળે તેવા વસ્ત્રો રાખવા. વયંના નિમિત્તે બનાવેલ આહારાદિ ન લેવા પરંત અન્ય કોઈ સાધર્મિક સાધને માટે બનાવેલ આહારાદિ ઇચ્છાનુસાર લેવા. (૩) રાજપિંડ– મુર્ધાભિષિક્ત રાજાઓનો આહાર ગ્રહણ કરવામાં ઈચ્છાનુસાર કરવું. (૪) પ્રતિક્રમણ– નિયમિત પ્રતિક્રમણ ઈચ્છા હોય તો કરવું પરંતુ પાખી, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ અવશ્ય કરવું. (૫) માસ કલ્પ- કોઈપણ ગ્રામાદિમાં એક માસ કે તેનાથી અધિક ઇચ્છાનુસાર રહેવું કે ગમે ત્યાં આવીને રહેવું. (૬) ચાતુર્માસ કલ્પ– ઇચ્છા હોય તો ચાર માસ એક જગ્યાએ રહેવું અથવા ન રહેવું પરંતુ સંવત્સરી પછી કારતક સુદ પુનમ સુધી એક જ જગ્યાએ રહેવું. ત્યાર પછી ઇચ્છા હોય તો વિહાર કરવો, ઈચ્છા ન હોય તો ન કરવો. પરિશિષ્ટ–૬: બાર સહભોગ અને તેનો વિવેક [ઉદ્દેશક–૪: સૂત્ર–૨૦થી ૨૮] સાધુ મંડલીમાં એક સાથે બેસવું, ઉઠવું, ખાવું, પીવું તથા અન્ય દૈનિક કર્તવ્યોનું એક સાથે પાલન કરવું સહભોગ કહેવાય છે. સમવાયાંગ સૂત્રના ૧૨મા સમવાયમાં સહભોગના બાર ભેદ બતાવ્યા છે, તે આ પ્રમાણે છે Page #292 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 292 (૧) ઉપધિ– વસ્ત્ર પાત્ર આદિ ઉપકરણોની પરસ્પર આપ-લે કરવી. (૨) શ્રુત– શાસ્ત્રની વાચના લેવી ને દેવી = (૩) ભક્તપાન– પરસ્પર આહાર પાણી કે ઔષધની લેતી દેતી કરવી. (૪) અંજલી પ્રગ્રહ– સંયમ પર્યાયમાં જયેષ્ઠ સાધુઓની પાસે હાથ જોડીને ઊભા રહેવું કે તેઓ સામે મળે ત્યારે મસ્તક ઝુકાવીને હાથ જોડવા. (૫) દાન– શિષ્યની લેતી દેતી કરવી. (૬) નિમંત્રણ– શય્યા, ઉપધિ, આહાર, શિષ્ય અને સ્વાધ્યાય આદિને માટે નિમંત્રણ આપવું. (૭) અભ્યુત્થાન– દીક્ષા પર્યાયમાં કોઈ જયેષ્ઠ સાધુ આવે ત્યારે ઊભા થવું. (૮) કૃતિકર્મ– અંજલિગ્રહણ, આવર્તન, મસ્તક ઝુકાવીને હાથ જોડવા અને સૂત્રોચ્ચારણ કરી વિધિ પૂર્વક વંદન કરવું. (૯) વૈયાવૃત્ય– અંગ મર્દન આદિ શારીરિક સેવા કરવી, આહાર આદિ લઈ આવીને દેવાં, વસ્ત્રાદિ સીવી દેવા કે ધોવા, મલમૂત્ર આદિ પરઠવા અથવા આ સેવા કાર્ય અન્ય સાધુ પાસે કરાવવું. (૧૦) સમવસરણ– એક જ ઉપાશ્રયમાં બેસવું, સૂવું, રહેવું આદિ પ્રવૃત્તિઓ કરવી. (૧૧) સન્નિષદ્યા– એક આસન,પાટ ઉપર બેસવું અથવા બેસવા માટે આસન,પાટ આપવું. (૧૨) કથા-પ્રબંધ– સભામાં એક સાથે બેસીને અથવા ઊભા રહીને પ્રવચન આપવું. એક ગણના અથવા અનેક ગણના સાધુઓમાં આ બાર જ પ્રકારનો પરસ્પર વ્યવહાર હોય છે. તે પરસ્પર ‘સહભોગિક’ સાધુ કહેવાય છે. જે સાધુઓમાં ‘ભક્તપાન’ સિવાય અગિયાર વ્યવહાર હોય છે, તેઓ પરસ્પર અન્ય સહભોગિક સાધુ કહેવાય છે. આચાર-વિચાર લગભગ સમાન હોવાથી તેઓ સમનોશ સાધુ પણ કહેવાય છે. સમનોજ્ઞ (શુદ્ધાચારી) સાધુઓની સાથે આ અગિયાર કે બાર પ્રકારનો વ્યવહાર કરાય છે. અમનોજ્ઞ અર્થાત્ પાર્શ્વસ્થ આદિ અને સ્વચ્છંદાચારીની સાથે આ બાર પ્રકારનો વ્યવહાર કરાતો નથી. લોક વ્યવહાર કે અપવાદ રૂપમાં ગીતાર્થના નિર્ણયથી તેની સાથે થોડો વ્યવહાર કરી શકાય છે, ત્યારે તેનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. અકારણ ગીતાર્થ—બહુશ્રુત શ્રમણની આજ્ઞા વિના આ વ્યવહાર કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. ગૃહસ્થની સાથે આ બાર વ્યવહાર હોતા નથી. સાધુઓના સાધ્વીજીઓની સાથે ઉત્સર્ગ વિધિથી છ વ્યવહાર જ હોય છે અને છ વ્યવહાર આપવાદિક સ્થિતિમાં કરી શકાય છે. ઉત્સર્ગ વ્યવહાર (૧) શ્રુત (બીજો) (૨) અંજલિ પ્રગ્રહ (ચોથો) (૩) શિષ્યદાન (પાંચમો) (૪) અભ્યુત્થાન (સાતમો) (૫) કૃતિકર્મ (આઠમો) (૬) કથા પ્રબંધ (બારમો) અપવાદ વ્યવહાર (૧) ઉપધિ(પહેલો) (૨) ભક્તપાન (ત્રીજો) (૩) નિમંત્રણ (છઠ્ઠો) (૪) વૈયાવૃત્ય (નવમો) (૫) સમવસરણ (દસમો) (૬) સન્નિષદ્યા (અગિયારમો) પ્રાયશ્ચિત્ત :– આ બાર વ્યવહાર ગૃહસ્થોની સાથે કરવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. સ્વચ્છંદાચારીની સાથે આ વ્યવહાર કરવાથી ગુરુ ચૌમાસી અને પાર્શ્વસ્થાદિની સાથે કરવાથી લઘુ ચૌમાસી કે લઘુ માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. સાધ્વીજીઓની સાથે અકારણ આપવાદિક વ્યવહાર કરવાથી લઘુ ચૌમાસી અને ગીતાર્થની આજ્ઞા વિના કરવાથી ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. અન્ય સહભોગિક સમનોજ્ઞ સાધુઓની સાથે આહાર–પાણીનો વ્યવહાર કરવાથી લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. પરિશિષ્ટ-૭ : ગચ્છ પરિવર્તનની આજ્ઞા [ઉદ્દેશક-૪ : સૂત્ર–૨૦થી ૨૮] : સૂત્ર પઠિત વાક્યોથી એ સૂચિત્ત કરેલ છે કે જ્યારે કોઈ સાધુ એમ જાણે કે આ સંઘમાં રહેતાં એક મંડલીમાં આહાર—પાણી અને અન્ય કૃતિકર્મ કરવા છતાં ભાવવિશુદ્ધિના સ્થાન પર સંક્લેશ વૃદ્ધિ થઈ રહી છે અને આ કારણથી મારા જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિની યોગ્ય સાધના થઈ શકતી નથી, ત્યારે તે પોતાને સંક્લેશથી બચાવવા માટે તથા જ્ઞાન–ચારિત્ર આદિની વૃદ્ધિને માટે અન્ય ગણમાં, જ્યાં ધર્મલાભની સંભાવના અધિક હોય ત્યાં જવાની ઇચ્છા કરે તો તે જેની નેશ્રામાં રહ્યા છે, તેની અનુજ્ઞા(સ્વીકૃતિ) લઈને જઈ શકે છે. પરિશિષ્ટ-૮ : ઉદ્ગાલ(ઓડકાર) અને તેનો વિવેક [ઉદ્દેશક-૫ ઃ સૂત્ર–૧૦] : જ્યારે કોઈપણ સાધુ માત્રાથી વધુ આહાર–પાણી કરી લે છે ત્યારે તેને ઉદ્ગાલ(ખાધેલું પાછું) આવે છે અને પેટમાંથી અન્ન અને પાણી મુખમાં આવી જાય છે.એટલા માટે ગુરુજનોનો ઉપદેશ છે કે સાધુએ માત્રાથી ઓછું ખાવું–પીવું જોઇએ કદાચિત્ સાધુથી અધિક માત્રામાં આહાર-પાણી થઈ જાય અને રાતમાં યા સંધ્યાકાલમાં ઘચરકો આવી જાય તો તેને સૂત્રોક્ત વિધિ અનુસાર વસ્ત્ર આદિથી મુખને શુદ્ધ કરી લેવું જોઇએ. ઘચરકામાં આવેલા આહાર પાણીને પાછું ગળી જાય તો તે પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. આ વિષયને સ્પષ્ટ કરવા માટે ભાષ્યકારે એક રૂપક આપ્યું છે. જેમ કે— Page #293 -------------------------------------------------------------------------- ________________ jainology | કડાઈમાં માત્રાથી ઓછું દૂધ આદિ ઉકાળવા કે રાંધવા મૂક્યું હોય તો તે તેની અંદર(કડાઈની અંદર) ઉકળતું રહે છે, બહાર આવતું નથી પરંતુ જ્યારે કડાઈ ભરીને દૂધ કે અન્ય પદાર્થ ઉકાળાય કે પકાવાય છે, ત્યારે તેમાં ઉભરો આવવા પર તે કડાઈમાંથી બહાર નીકળી જાય છે અને ક્યારેક તો તે ચૂલાની આગને પણ બુજાવી દે છે. આવી રીતે મર્યાદાથી અધિક આહાર કરવાથી ઘચરકો આવી જાય છે. ઓછો આહાર કરવાથી ઉદ્ગાલ આવતો નથી. 293 આગમસાર પરિશિષ્ટ-૯ : સાધ્વીને અભિગ્રહયુક્ત આસનનો નિષેધ [ઉદ્દેશક-૫ : સૂત્ર–૨૦–૩૨] યદ્યપિ અભિગ્રહ આદિ સાધનાઓ વિશેષ નિર્જરાના સ્થાન છે, તોપણ શાસ્ત્રમાં સાધ્વીને માટે બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષામાં બાધક હોવાથી આ આસન સંબંધી અભિગ્રહોનો નિષેધ ર્યો છે તથા ભાષ્યમાં અગીતાર્થ સાધુઓને પણ આ અભિગ્રહોને ધારણ કરવાનો નિષેધ ર્યો છે. વીરાસન અને ગોદુહિકાસન એ સ્ત્રીની શારીરિક સમાધિને અનુકૂળ નથી હોતા તે કારણથી ભાષ્યકારે તેનો નિષેધ ર્યો છે. વીરાસણ ગોદોહી મુત્તું, સવ્વ વિ તાણ કüતિ .– તે પણ પડુચ્ચ ચે ં, સુત્તા ઉ અભિગ્ગહં કપ્પ । અર્થ :— વીરાસન અને ગોદોહિકાસનને છોડીને પ્રવૃત્તિની અપેક્ષાએ બધા આસન સાધ્વીએ કરવા કલ્પે છે. સૂત્રોમાં જે નિષેધ ક્યોં છે તે અભિગ્રહની અપેક્ષાથી ર્યો છે. પરિશિષ્ટ-૧૦ : અવલંબન યુક્ત આસનોનો વિધિ નિષેધ [ઉદ્દેશક-૫ : સૂત્ર–૩૩–૩૬] : ‘આકુંચનપટ્ટક’નું બીજું નામ ‘પર્યસ્તિકાપટ્ટક’ છે. આ ચાર આંગુલ પહોળું અને શરીર પ્રમાણ જેટલું સુતરનું વસ્ત્ર હોય છે. ભીંત આદિનો સહારો ન લેવો હોય તો તેનો ઉપયોગ કરી શકાય છે. જ્યાં દીવાલ આદિ પર ઉધઈ આદિ જીવોની સંભાવના છે અને વૃદ્ધ ગ્લાન આદિને અવલંબન લઈને બેસવું આવશ્યક હોય તો આ પર્યસ્તિકાપટ્ટથી કમરને અને ઘૂંટણને ઊંચા કરીને પગોને બાંધી દેવાથી આરામ ખુરશીની જેમ અવસ્થા થઈ જાય છે અને દીવાલનો સહારો લેવા સમાન શરીરને આરામ મળી જાય છે. પર્યસ્તિકાપટ્ટ લગાવીને આ રીતે બેસવું ગર્વયુક્ત આસન થાય છે. સાધ્વીને માટે આ પ્રકારે બેસવું શરીર–સંરચનાના કારણે લોક નિંદિત થાય છે એટલા માટે સૂત્રમાં તેના માટે પર્યસ્તિકાપટ્ટકનો નિષેધ ર્યો છે. ભાષ્યકારે બતાવ્યું છે કે અત્યંત આવશ્યક હોય તો સાધ્વીએ પર્યસ્તિકાપટ્ટક લગાવીને તેના ઉપર વસ્ત્ર ઓઢીને બેસવાનો વિવેક રાખવો જોઇએ. સાધુએ પણ સામાન્યપણે પર્યસ્તિકાપટ્ટ ન લગાવવો જોઇએ કારણ કે વિશેષ પરિસ્થિતિમાં ઉપયોગ કરવાને માટે જ આ ઔપગ્રહિક ઉપકરણ છે. પૂર્વ સૂત્રોમાં અવલંબન લેવા માટે પર્યસ્તિકા વસ્ત્રનું કથન ર્યા પછી આગળના સૂત્રોમાં અવલંબન યુક્ત ખુરશી આદિ આસનોનું વર્ણન છે. આવશ્યક હોવા પર સાધુ આ સાધનોનો ઉપયોગ કરી શકે છે. એ ન મળવાથી પર્યસ્તિકાપટ્ટનો ઉપયોગ કરી શકે છે. જે ભિક્ષુઓને પર્યસ્તિકાપટ્ટની હંમેશાં આવશ્યકતા પ્રતીત થાય તો તેઓ તેને પોતાની પાસે રાખી શકે છે. કારણ કે ખુરશી આદિ સાધન બધા ક્ષેત્રોમાં ઉપલબ્ધ હોતા નથી. સૂત્રમાં સાધ્વીને માટે અવલંબન યુક્ત આ આસનોનો(કુર્સી આદિનો પણ) નિષેધ ર્યો છે. સાધુ–સાધ્વી ક્યારેક સામાન્ય રૂપથી પણ ખુરશી આદિ ઉપકરણ ઉપયોગમાં લેવાનું જરૂરી સમજે તો અવલંબન લીધા વિના તેનો ઉપયોગ ક૨ે આ તેમનો સ્વવિવેક કહેવાય. સાધુને અન્ય પીઠ—લગ મળી જાય તો વિષાણ(શિંગડાં જેવા) યુક્ત પીઠ ફલગ આદિ ઉપયોગમાં ન લેવા જોઇએ. કારણ કે સાવધાની ન રહે તો તેની ટક્કરથી પડી જવાથી ચોટ લાગવાની સંભાવના રહે છે અને અણીદાર હોય તો ખેંચવાની પણ સંભાવના રહે છે. વ્યવહાર પ્રથમ ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૧૪ : એક માસથી લઈને પાંચ મહિના સુધીના પ્રાયશ્ચિત્ત સ્થાનનું એકવાર અથવા અનેક વાર સેવન કરીને કોઈ કપટ રહિત આલોચના કરે તો તેને એટલા માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને કપટ સહિત આલોચના કરે તો તેને એક ગુરુમાસનું અધિક પ્રાયશ્ચિત્ત આવે છે અને છ માસ અથવા એનાથી વધારે પ્રાયશ્ચિત્ત સ્થાનનું સેવન થાય ત્યારે છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર-૧૫-૧૮ : પ્રાયશ્ચિત્ત વહન કરતા થકાં(તે દરમ્યાન) ફરી દોષ લગાવીને બે ચૌભંગીઓમાંથી કોઈપણ ભંગથી આલોચના કરે તો તેનું પ્રાયશ્ચિત્ત દઈને આરોપણા કરી દેવી જોઇએ. એ અઢાર સૂત્રો નિશીથ ઉદ્દેશક વીસના અઢાર સૂત્રની સમાન છે. સૂત્ર−૧૯ : પારિહારિક અને અપારિહારિક સાધુઓએ એક સાથે બેસવું, રહેવું વગેરે પ્રવૃત્તિ ન કરવી જોઇએ અને જો જરૂરી જ હોય તો સ્થવિરોની આજ્ઞા લઈને તેમ કરી શકે છે. સૂત્ર–૨૦–૨૨ : પારિહારિક સાધુ શક્તિ હોય તો તપ વહન કરતાં થકા સેવામાં જાય અને શક્તિ અલ્પ હોય તો સ્થવિર ભગવંતની આજ્ઞા લઈને તપ છોડીને પણ સેવામાં જઈ શકે છે. રસ્તામાં વિહાર કરવાની દૃષ્ટિથી એને ક્યાંય જવું અથવા રોકાવું ન જોઇએ, રોગ આદિના કારણે વધારે રોકાઈ શકે છે; અન્યથા એક જગ્યાએ એક જ રાત રહી શકે છે. સૂત્ર–૨૩–૨૫ : એકલવિહારી, ભૂતપૂર્વ આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક અથવા સામાન્ય સાધુ અસફળતાને કારણે ફરીથી ગચ્છમાં આવવાની ઇચ્છા કરે તો એ સાધુને તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત આપીને ગચ્છમાં અપનાવી લેવા જોઇએ. Page #294 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 294 સૂત્ર-૨૬-૩૦ઃ પાર્થસ્થ આદિ પાંચ પ્રકારના સાધુઓ ગચ્છમાં ફરીથી આવવા ઇચ્છે અને તેઓનો સંયમભાવ થોડો રહ્યો હોય તો તપ અથવા છેદનું પ્રાયશ્ચિત્ત દઈને એને ગચ્છમાં સમાવી લેવા જોઇએ અને સંયમ બાકી ન રહ્યો હોય તો તેને ફરીથી નવી દીક્ષા દેવી. જોઈએ. સૂત્ર-૩૧ : કોઈ વિશેષ પરિસ્થિતિથી અન્યલિંગ અથવા ગૃહસ્થલિંગ ધારણ કરેલા સાધુને ફરીથી સ્વલિંગ ધારણ કરી ગચ્છમાં રહેવું હોય તો તેને આલોચના સિવાય બીજું પ્રાયશ્ચિત્ત આવતું નથી. સૂત્ર-૩ર : કોઈ સાધુ સંયમ છોડીને ગૃહસ્થનો વેષ ધારણ કરી લ્ય અને ફરી પાછા ગચ્છમાં આવવા ઇચ્છે તો એને નવી દીક્ષા સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. સૂત્ર-૩૩ઃ જો કોઈ સાધુને પોતાના અકૃત્ય સ્થાનની આલોચના કરવી હોય તો તે આલોચના- ૧. પોતાના આચાર્યની પાસે કરે. ૨. તેઓની(આચાર્યની) ઉપસ્થિતિ ન હોય તો પોતાના ગચ્છના બીજા બહુશ્રુત સાધુની પાસે કરે. ૩. તેમની હાજરી ન હોય તો બીજા ગચ્છના બહુશ્રુત સાધુ અથવા આચાર્યની પાસે કરે. ૪. તેઓના અભાવમાં ફક્ત વેષધારી બહુશ્રુત સાધુની પાસે કરે. ૫. એ ન હોય તો દીક્ષા લઈને છોડી દીધેલ બહુશ્રુત શ્રાવકની પાસે કરે. ૬. એનો પણ અભાવ હોય તો સમ્યગુદષ્ટિ અથવા સમભાવી જ્ઞાની પાસે આલોચના કરે અને સ્વયં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. ૭. તેમજ તેના અભાવમાં ગામની બહાર અરિહંત, સિદ્ધ પ્રભુની સાક્ષીથી આલોચના કરીને સ્વયં પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરે. (અહિં અંત સુધી ક્યાંય પણ મંદિર કે મૂર્તિ નો ઉલ્લેખ નથી પણ અંતે ગામની બહાર પૂર્વ તથા ઉતર દિશા સંમુખ થઈ અરિહંત અને સિધ્ધનું આલંબન લેવાનું વિધાન છે.) બીજા ઉદેશકનો સારાંશ સૂત્ર૧-૫ઃ વિચરણ કરનારા બે અથવા બે થી વધારે ભિક્ષુઓ આચાર્ય આદિની ઉપસ્થિતિ વિના પણ પરિહારતપ વહન કરી શકે છે સૂત્ર-૬-૧૭ઃ (રુણ) રોગી સાધુઓની કોઈપણ અવસ્થામાં ઉપેક્ષા ન કરવી જોઇએ તેમજ તેઓને ગચ્છની બહાર ન કાઢવા જોઇએ પણ તેઓની યથાયોગ્ય સેવા કરવી જોઇએ. સૂત્ર-૧૮-રર - નવમા, દશમા પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત કરેલ સાધુને સંસારનો વેષ પહેરાવીને પછી જ દીક્ષા આપવી જોઈએ. ક્યારેક સંસારનો વેષ ધારણ કરાવ્યા વિના પણ પુનઃ દીક્ષા દેવી એ ગચ્છ સંચાલકના નિર્ણય પર આધાર રાખે છે. સૂત્ર-૨૩-૨૪: આક્ષેપ અને વિવાદની પરિસ્થિતિમાં સ્પષ્ટ પ્રમાણિત થાય તો જ પ્રાયશ્ચિત્ત દેવું, પ્રમાણિત ન થાય તો સ્વયં દોષી દોષનો સ્વીકાર કરે ત્યારે જ પ્રાયશ્ચિત્ત દેવું. સૂત્ર-૨૫: જેનાં મૃત અને દીક્ષા પર્યાય એક ગુરુ સાંનિધ્યના હોય, એવા સાધુને પદ આપવું. સૂત્ર–૨૬: પરિહાર તપ પૂર્ણ થયા બાદ પણ કેટલાક દિવસ આહાર અલગ રહે છે. છ માસની અપેક્ષા, ઉત્કૃષ્ટ એક મહિના સુધી. પણ આહાર જુદો કરવામાં આવે છે કે જેથી સંવિભાગ વિના તે દૂધ વગેરેનું સેવન કરી શકે છે. સૂત્ર-૨૭: પરિહાર તપ કરનારાને સ્થવિરની આજ્ઞા થાય તો જ બીજા સાધુ તેને આહાર લાવીને દઈ શકે છે અને વિશેષ આજ્ઞા લઈને જ તે ક્યારેક પરિસ્થિતિવશ વિનયનું સેવન કરી શકે છે અન્યથા સદા વિગય રહિત આહાર કરે છે. સૂત્ર-૨૮-૨૯ઃ સ્થવિરની સેવામાં રહેલા પારિહારિક સાધુને ક્યારેક આજ્ઞા થવાથી બંનેની ગોચરી સાથે લાવી શકે છે પણ સાથે વાપરવું નહીં, અલગ પોતાના પાત્રમાં લઈને જ વાપરવું જોઇએ. ત્રીજા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૨ : બુદ્ધિમાન, વિચક્ષણ, ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા અને આચારાંગ, નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ ધારણ કરેલા એવા “ભાવ પલિછન્ન” સાધુ સંઘાડાના પ્રમુખ બનીને વિચારી શકે છે. પરંતુ ગચ્છના પ્રમુખ આચાર્ય આદિની આજ્ઞા વિના વિચરણ કરે તો તે યથાયોગ્ય તપ અથવા બેદરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર બને છે. સૂત્ર-૩–૪ઃ ઓછામાં ઓછી ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુ આચાર– સંપન, બુદ્ધિસંપન, વિચક્ષણ, બહુશ્રુત, જિન પ્રવચનની પ્રભાવનામાં કશળ તથા ઓછામાં ઓછા આચારાંગ અને નિશીથ સૂત્રને અર્થ સહિત કંઠસ્થ કરનારાને ઉપાધ્યાયના પદ પર નિયુક્ત કરી શકાય છે. જે ભિક્ષુ ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા હોય પણ તે ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરી ન શકાય. સૂત્ર-પ-૬: ઉપાધ્યાયને યોગ્ય ગુણો સાથે જો દીક્ષા પર્યાય પાંચ વર્ષ અને અર્થ સહિત કંઠસ્થ શ્રુતમાં ઓછામાં ઓછા આચારાંગ, સૂયગડાંગ અને ચાર છેદસૂત્ર કંઠસ્થ હોય તો તેને આચાર્ય પદ પર નિયુક્ત કરી શકાય છે તથા તેઓ આઠ સંપદા આદિ દશાશ્રુતસ્કંધ દશા ૪ માં કહેલ ગુણોથી પણ સંપન્ન હોવા જોઈએ. પાંચ વર્ષની દીક્ષાપર્યાયવાળા સાધુ ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને આચાર્ય પદ પર નિયુક્ત ન કરી શકાય. સૂત્ર-૭-૮ઃ ઉપર્યુક્ત ગુણ સંપન્ન તેમજ ઓછામાં ઓછી આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા તથા પૂર્વોક્ત આગમ સહિત ઠાણાંગ, સમવાયાંગ સૂત્રને કંઠસ્થ કરનાર સાધુને ગણાવચ્છેદક પદ પર નિયુક્ત કરી શકાય છે. આઠ વર્ષની દીક્ષા પર્યાયવાળા ઉપર્યુક્ત ગુણ સંપન્ન ન હોય તો તેને ગણાવચ્છેદક પદ પર નિયુક્ત ન કરી શકાય. સૂત્ર-૯-૧૦ઃ કોઈ વિશેષ પરિસ્થિતિમાં અન્ય ગુણોથી સંપન્ન યોગ્યતાવાળા સાધુ હોય તો તેને આવશ્યક દીક્ષાપર્યાય અને શ્રુત કંઠસ્થ ન હોય તો પણ આચાર્ય, ઉપાધ્યાય પદ પર નિયુક્ત કરી શકાય છે. ગચ્છમાં બીજા કોઈ ભિક્ષુ યોગ્ય ન હોય ત્યારે અને અત્યંત આવશ્યકતા હોય તો જ આ વિધાન સમજવું જોઇએ.આ વિધાનથી નવદીક્ષિત સાધુને તે જ દિવસે આચાર્ય બનાવી શકાય છે સૂત્ર-૧૧ : ચાલીશ વર્ષની ઉમરથી ઓછી ઉંમરવાળા અને ત્રણ વર્ષની દીક્ષા પર્યાયથી ઓછા સંયમવાળા સાધુ-સાધ્વીઓને આચાર્ય, ઉપાધ્યાયની નિશ્રા વિના સ્વતંત્ર વિચરવું કે રહેવું કહ્યું નહિ, કારણ કે તેઓને આચાર્ય, ઉપાધ્યાય એ બંનેના સંરક્ષણમાં Page #295 -------------------------------------------------------------------------- ________________ jainology 295 આગમસાર રહેવું જરૂરી છે. એટલે ઉપર્યુક્ત વયવાળા સાધુઓએ આચાર્ય અને ઉપાધ્યાયથી રહિત ગચ્છમાં ન રહેવું જોઇએ અને એકલવિહાર પણ ન કરવો જોઇએ. સૂત્ર-૧૨ : ઉપર્યુક્ત વયવાળા સાધ્વીઓએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની, આ ત્રણથી રહિત ગચ્છમાં ન રહેવું જોઈએ. તેઓમાંથી કોઈનો કાળધર્મ થવા પર પણ એ પદ પર બીજાને નિયુક્ત કરવા તે સાધુ-સાધ્વીઓને માટે આવશ્યક કહ્યું છે. સૂત્ર-૧૩–૧૭: કોઈ સાધુનું ચોથું વ્રત ભંગ થાય તો તેને જીવન પર્યત બધા પદને માટે અયોગ્ય જાહેર કરવામાં આવે છે. સૂત્ર ૧૮–૨૨ઃ જો પદવીધારી કોઈ બીજાને એ પદ પર નિયુક્ત કર્યા વિના સંયમ છોડીને ચાલ્યા જાય અને તે ફરીથી દીક્ષા અંગીકાર કરે તો તેને જીવન ભર કોઈપણ પદ આપી શકાય નહિ. જો કોઈ પોતાનું પદ બીજાને સોપીને જાય અથવા સામાન્ય સાધુ સંયમ ત્યાગ કરીને જાય અને ફરીથી દીક્ષા લીધા બાદ તેની યોગ્યતા હોય તો ત્રણ વર્ષ બાદ તેને કોઈપણ પદ યથાયોગ્ય સમય પર આપી શકાય છે. સૂત્ર-૨૩–૨૯ : બહુશ્રુત સાધુ આદિ પ્રબલ કારણે અનેક વાર જૂઠ, કપટ, પ્રપંચ, અસત્ય આક્ષેપ વગેરે અપવિત્ર પાપકારી કાર્ય કરે અથવા અનેક સાધુ, આચાર્ય આદિ મળીને આવું કૃત્ય કરે તો તે જીવન પર્યત સર્વ પ્રકારની પદવીઓને સર્વથા અયોગ્ય બની જાય છે. એમાં બીજો કોઈ વિકલ્પ હોતો નથી. અબહુશ્રુત સાધુ તો સર્વથા બધા પ્રમુખપદોને અયોગ્ય જ હોય છે. ચોથા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૮: આચાર્ય, ઉપાધ્યાયે એકલા વિચરવું ન જોઈએ અને બે દાણાઓથી ચોમાસુ પણ કરવું ન જોઈએ. પરંતુ તે બે ઠાણાઓથી વિચારી શકે છે અને ત્રણ ઠાણાઓથી ચાતુર્માસ કરી શકે છે. ગણાવચ્છેદકે બે ઠાણાએ વિચરવું ન જોઈએ અને ત્રણ ઠાણાએ ચાતુર્માસ કરવું ન જોઈએ. પણ તેઓ ત્રણ ઠાણાથી વિચરણ કરી શકે છે અને ચાર ઠાણાથી ચોમાસું કરી શકે છે. સૂત્ર૯-૧૦ અનેક આચાર્ય આદિએ એક સાથે વિચરવું હોય તો પણ ઉપર્યુક્ત સાધુ સંખ્યા પોતપોતાની નેશ્રામાં રાખતા થકા જ વિચરણ કરવું જોઈએ અને તે જ વિવેકથી તેઓએ ચાતુર્માસમાં રહેવું જોઇએ. અર્થાત્ પદવીધરોને પોતાના શિષ્ય સમુદાય વગર રહેવું કલ્પ નહિ. સૂત્ર-૧૧-૧૨ : વિચરણ કાલમાં અથવા ચાતુર્માસમાં જો સંઘાડાનું સંચાલન કરનાર સાધુ કાળધર્મ પામી જાય તો બાકી રહેલા સાધુઓમાં નાના અથવા મોટા કોઈ પણ સાધુ શ્રત અને પર્યાયથી યોગ્ય હોય તો તેણે પ્રમુખતા સ્વીકાર કરવી જોઇએ અને જો કોઈપણ સાધુ યોગ્ય ન હોય તો ચાતુર્માસ અથવા વિચારવાનું બંધ કરીને તુર્તજ યોગ્ય પ્રમુખ સાધુ અથવા આચાર્યના સાનિધ્યમાં પહોંચી જવું જોઇએ. સૂત્ર-૧૩–૧૪: આચાર્ય-ઉપાધ્યાય કાળધર્મના સમયે અથવા સંયમ છોડીને જાય ત્યારે તે જેને આચાર્ય ઉપાધ્યાયના પદ પર નિમણૂંક કરવાનું કહે તેને જ તે પદ પર સ્થાપિત કરવા જોઇએ અને તે યોગ્ય ન હોય તો આચાર્ય નિર્દિષ્ટને તે પદ ન દેવું અને જો પદ આપી દીધું હોય તો એને હટાવીને બીજા યોગ્ય સાધુને તે પદ દઈ શકાય છે. જે અયોગ્યનો ખોટો પક્ષ ત્યે તે બધા પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે સૂત્ર-૧૫-૧૭: નવદીક્ષિત સાધુ યોગ્ય(કલ્પક) થઈ જાય ત્યારે તેને અગિયારમી અથવા બારમી રાત્રિ પહેલાં વડી દીક્ષા દઈ દેવી. જોઇએ અને એનું ઉલ્લંઘન કરે તો આચાર્ય–ઉપાધ્યાયને યથાયોગ્ય તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત આવે છે અને સતરમી રાતનું ઉલ્લંઘન કરે તો તપ અથવા છેદ પ્રાયશ્ચિત્ત ઉપરાંત એક વર્ષને માટે પદ છોડવાનું પ્રાયશ્ચિત્ત પણ આવે છે. વડી દીક્ષાના સમયનું ઉલ્લંધન કરવામાં નવદીક્ષિતના માતા-પિતા વગેરે પૂજ્ય પુરુષો-વડીલોની દીક્ષાનું કારણ હોય તો છમહિના સુધી દીક્ષા નદે તો પ્રાયશ્ચિત્ત આવતું નથી સૂત્ર૧૮: બીજા ગણમાં અધ્યયન આદિને માટે ગયેલ સાધુએ કોઈના પૂછવા પર, પહેલાં ત્યાંના સર્વરત્નાધિકનું નામ બતાવવું જોઈએ અને પછી જો જરૂરત હોય તો સર્વબહુશ્રુતનું નામ કહેવું જોઈએ. સૂત્ર-૧૯ઃ ગોવાળની વસ્તિમાં દુગ્ધાદિ સેવનને માટે જતાં પહેલાં સ્થવિરની અર્થાત્ ગુરુ આદિની આજ્ઞા લેવી જરૂરી છે અને તેઓની આજ્ઞા મળે તો જ જવાનું કહ્યું છે. સૂત્ર-૨૦-૨૩ઃ ચરિકા(દીર્ઘ વિહાર માટે) પ્રવિષ્ટ અથવા ચરિકા(દીર્ઘ વિહારથી) નિવૃત્ત નિકટમાં વિચરણ કરનાર સાધુને આજ્ઞા મળ્યા પછી ચાર-પાંચ દિવસમાં ગુરુ આદિને મળવાનો પ્રસંગ આવી જાય તો એને પૂર્વ-કરેલી આજ્ઞા અનુસાર વિચરવું અથવા નિવાસ કરવો જોઇએ. ચાર પાંચ દિવસ પછી અથવા આજ્ઞા મેળવ્યાના વધારે સમય પછી ગુરુ આદિને મળવાનો પ્રસંગ આવી જાય તો સૂત્રોક્ત વિધિ પ્રમાણે ફરીથી આજ્ઞા મેળવીને વિચરણ કરી શકાય છે. સૂત્ર–૨૪-૨૫: (રત્નાધિક) અધિક સંયમ પર્યાયવાળા સાધુને(અવમરાત્નિક) અલ્પ દીક્ષા પર્યાયવાળા સાધુની સેવામાં સહયોગ આપવો ઐચ્છિક હોય છે અને સંયમની અલ્પ પર્યાયવાળા સાધુએ અધિક પર્યાયવાળા સાધુની સેવામાં સહયોગ આપવો જરૂરી છે. રત્નાધિક સાધુ જો સેવા સહધ્યોગ લેવા ન ઇચ્છે તો આવશ્યક હોતો નથી. અવમાનિક(અલ્પ પર્યાયવાળા) નાના સાધુ બીમાર હોય તો રત્નાધિકને પણ તેની સેવામાં સહયોગ આપવો આવશ્યક થઈ જાય છે. સૂત્ર-૨૬-૩ર : અનેક સાધુ, અનેક આચાર્ય-ઉપાધ્યાય તથા અનેક ગણાવચ્છેદક આદિ કોઈપણ જો સાથે-સાથે વિચરણ કરે તો તેઓએ પરસ્પર સમાન બનીને ન રહેવું જોઈએ પરંતુ જે તેઓમાં રત્નાધિક હોય તેનું નેતૃત્વ સ્વીકાર કરીને વિનયપૂર્વક તેમજ સમાચારી વ્યવહારનું પાલન કરતા થકા જ સાથે રહેવું જોઈએ. પાંચમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૧૦ :- પ્રવર્તિની બે સાધ્વીઓને સાથે લઈને(અર્થાત્ ત્રણ ઠાણાથી) વિચરણ કરે અને ત્રણ સાધ્વીઓને સાથે લઈને(અર્થાત્ ચાર ઠાણાથી) ચાતુર્માસ કરી શકે છે. Page #296 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 296 ગણાવચ્છેદિકા ત્રણ સાધ્વીઓને સાથે લઈને વિચરી શકે અને ચાર સાધ્વીઓને સાથે લઈને ચાતુર્માસ કરે. અનેક પ્રવર્તિની કે ગણાવચ્છેદિકા સાથે મળે તો પણ ઉપર્યુક્ત પોત–પોતાની શિષ્યા સંખ્યા અનુસાર જ દરેકે રહેવું જોઇએ. સૂત્ર−૧૧-૧૨ :– પ્રમુખા સાધ્વી કાળધર્મ પામી જાય તો બાકીના સાધ્વીઓ બીજા યોગ્ય સાધ્વીને પ્રમુખા બનાવીને વિચરે અને તે યોગ્ય ન હોય તો વિહાર કરીને શીઘ્ર બીજા સંઘાડામાં ભળી જાય. સૂત્ર−૧૩–૧૪ :- કાળ કરી ગયેલા પ્રવર્તિની દ્વારા નિર્દિષ્ટ યોગ્ય સાધ્વીને પદવી દેવી અને જો તે યોગ્ય ન હોય તો બીજા યોગ્યતાવાળા સાધ્વીને તે પદ પર સ્થાપિત કરવા. સૂત્ર−૧૫-૧૬ :- આચારાંગ, નિશીથસૂત્ર દરેક સાધુ-સાધ્વીઓએ અર્થ સહિત કંઠસ્થ કરવા અને એને યાદ રાખવા જોઇએ અને આચાર્ય આદિએ પણ યથા સમયે પૂછતા રહેવું જોઇએ. જો કોઈને એ સૂત્ર પ્રમાદવશ ભૂલાઈ જાય તો એને કોઈપણ પ્રકારના પદ પર સ્થાપિત ન કરવા અને ન તો એને પ્રમુખ બનાવીને વિચરવાની આજ્ઞા આપવી. જો કોઈ સાધુ-સાધ્વી બીમારી કે સેવાના કારણથી સૂત્ર ભૂલી જાય તો ફરી સ્વસ્થ થવા પર કંઠસ્થ ર્યા પછી જ એને પદ આપી શકાય છે; કંઠસ્થ ન કરે ત્યાં સુધી તે સંઘાડાના પ્રમુખ બનીને વિચરી પણ શકતા નથી. સૂત્ર−૧૭–૧૮ :- વૃદ્ધાવસ્થાવાળા વૃદ્ધ, સ્થવિર સાધુ-સાધ્વી જો કંઠસ્થ કરેલા સૂત્રને ભૂલી જાય તો ક્ષમ્ય છે. તેમજ ફરીથી તે સૂત્રને યાદ કરવા પર પણ યાદ ન થાય તો તેને કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. અવસ્થાવાન સાધુ ક્યારેક સૂતા થકા કે આરામથી બેસતા થકા પણ આગમની પુનરાવૃત્તિ, શ્રવણ અને પૃચ્છા વગેરે કરી શકે છે. (એટલે કે અન્ય સાધુ–સાધ્વી વિનયયુકત બેસીનેજ સ્વાધ્યાય કરે, એજ ઉત્સર્ગ વિધિ છે.) સૂત્ર-૧૯ : વિશેષ પરિસ્થિતિ વિના સાધુ-સાધ્વીએ પરસ્પર એકબીજાની પાસે આલોચના પ્રાયશ્ચિત્ત ન કરવું જોઇએ. સૂત્ર–૨૦ : સાધુ-સાધ્વીએ પરસ્પર એકબીજાનું કંઈપણ સેવા–કાર્ય કરવું ન જોઇએ. આગમ પ્રમાણે વિશેષ પરિસ્થિતિને કારણે તેઓ એકબીજાની સેવા-પરિચર્યા આદિ કરી શકે છે. સૂત્ર-૨૧ : સાપ કરડી જાય તો સ્થવિકલ્પી ભિક્ષુ ઉપચાર(ચિકિત્સા) કરાવી શકે છે પરંતુ જિન કલ્પીએ ઉપચાર કરવો કે કરાવવો કલ્પે નહિ. સ્થવિર કલ્પીને આ ઉપચારો કરાવવાનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. જ્યારે જિનકલ્પીને આવા ઉપચાર કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. છઠ્ઠા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧ : જ્ઞાતિજનોના ઘરોમાં ગોચરી વગેરે જવાને માટે આચાર્ય આદિની ખાસ આજ્ઞા મેળવવી જોઇએ. અગીતાર્થ અને અબહુશ્રુતે એકલા ન જવું જોઇએ, ગીતાર્થ સાધુની સાથે જ જવું જોઇએ. ત્યાં તેના ઘરમાં પહોંચ્યા પહેલાં બનેલી વસ્તુ જ લેવી જોઇએ પછી બનેલી કે બનાવેલી વસ્તુ ન લેવી જોઇએ. સૂત્ર-૨-૩ : આચાર્ય ઉપાધ્યાયના આચાર સંબંધી પાંચ અતિશય—વિશેષ છૂટ છે અને ગણાવચ્છેદકના છેલ્લા બે અતિશય છે— (૧) ઉપાશ્રયમાં પગનું પ્રમાર્જન (૨) ઉપાશ્રયમાં મલ-ત્યાગ. (૩) સેવા-કાર્ય ઐચ્છિક. (૪) ઉપાશ્રયમાં એકલા રહેવું. (૫) બહાર એકલા રહેવું. સૂત્ર-૪-૫ : ફક્ત અકૃત સૂત્રી(અગીતાર્થ) અનેક સાધુઓને ક્યાંય પણ નિવાસ કરવો કલ્પે નહિ. પરિસ્થિતિવશ ઉપાશ્રય બરાબર(યોગ્ય) હોય તો એક બે રાત રહી શકે છે. વધારે રહેવા પર તે સર્વ પ્રાયશ્ચિત્તપાત્ર બને છે. સૂત્ર-૬–૭ : અનેક વગડ(વિભાગ), અનેક દ્વાર–માર્ગવાળા ઉપાશ્રયમાં એકલા સાધુએ ન રહેવું જોઇએ અને એક વગડ(વિભાગ), એક દ્વાર–માર્ગવાળા ઉપાશ્રયમાં પણ ઉભયકાળ ધર્મ જાગરણ કરતા થકાં રહેવું જોઇએ. સૂત્ર–૮–૯ : સ્ત્રીની સાથે મૈથુન સેવન ન કરે તો પણ કુશીલ સેવનના પરિણામોથી સાધુને અનુક્રમે ગુરુમાસિક કે ગુરુચૌમાસીનું પ્રાયશ્ચિત્ત આવે છે. સૂત્ર−૧૦–૧૧ : બીજા ગચ્છમાંથી આવેલા ક્ષત(દોષયુક્ત) આચારવાળા સાધુ– સાધ્વીને પૂર્ણ આલોચના પ્રાયશ્ચિત્ત કરાવીને સાથે રાખી શકાય છે. તેમજ એની સાથે આહાર કે નિવાસ કરી શકાય છે અને તેમના માટે આચાર્ય, ઉપાધ્યાય ગુરુ આદિની નિશ્રા નક્કી કરી શકાય છે. સાતમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર−૧-૨ : બીજા સંઘાડામાંથી આવેલી દોષિત આચારવાળી નિગ્રંથી(સાધ્વી) ને પ્રવર્તિની આદિ સાધ્વીઓ આચાર્યને પૂછયા વિના તેમજ એના દોષોની શુદ્ધિ કરાવ્યા વગર રાખી શકતી નથી પરંતુ આચાર્ય આદિ ભિક્ષુ પ્રવર્તિની સાધ્વીઓને પૂછ્યા વિના પણ એના દોષોની શુદ્ધિ કરાવીને ગચ્છમાં રાખી શકે છે. પછી જો કોઈ સાધ્વીઓ તેને ન રાખી શકે તો તેને મુક્ત કરી શકે છે. સૂત્ર–૩–૪ : ઉપેક્ષાપૂર્વક ત્રણ વારથી વધારે એષણાદિ દોષનું સેવન કરનાર અથવા વ્યવસ્થા ભંગ કરનાર સાધુ–સાધ્વીની સાથે આહાર સંબંધનો પરિત્યાગ કરવામાં આવે છે. આવું કરવાને માટે આચાર્યની પાસે સાધ્વીઓ પરસ્પર પ્રત્યક્ષ વાર્તાલાપ કરી શકતી નથી. પરંતુ તે સાધુ કે આચાર્યની પાસે એક બીજાની અનુપસ્થિતિમાં વાર્તાલાપ કરી શકે છે. એવા સમયે સાધુઓ આચાર્યની પાસે પ્રત્યક્ષ વાર્તા કરી શકે છે. સૂત્ર-૫–૮ : સાધુ, સાધ્વીને દીક્ષા આપી શકે છે અને સાધ્વી, સાધુને દીક્ષા દઈ શકે છે. પરંતુ તેઓ તેને આચાર્ય આદિની નિશ્રામાં કરી શકે છે પણ પોતાની નેશ્રામાં નહિ અર્થાત્ ગચ્છના સામાન્ય સાધુ પોતાની શિષ્યા કરી શકે નહીં. સૂત્ર-૯-૧૦ : સાધ્વી અતિદૂરસ્થ(ખૂબ દૂર રહેલા) આચાર્ય, પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને દીક્ષા ન લ્યે, નજીક જ રહેલા આચાર્ય કે પ્રવર્તિનીની જ નેશ્રાનો સ્વીકાર કરે. સાધુ, દૂર રહેલા આચાર્યની નિશ્રાનો સ્વીકાર કરીને પણ દીક્ષા અંગીકાર કરી શકે છે. સૂત્ર−૧૧-૧૨ : અતિ દૂર રહેલી સાધ્વીને બીજી સાધ્વી ક્ષમાયાચના કરી શકે છે. સાધુને ક્ષમાયાચના કરવા માટે પ્રત્યક્ષ મળવું જરૂરી હોય છે.[ભાષ્યમાં પરિસ્થિતિ વશ સાધુને પણ દૂરથી ક્ષમાયાચના કરવાનું કહેલ છે.] Page #297 -------------------------------------------------------------------------- ________________ jainology 297 આગમસાર સૂત્ર-૧૩-૧૪ઃ ઉત્કાલમાં એટલે બીજા અને ત્રીજા પહોરમાં કાલિકસૂત્રનો સ્વાધ્યાય ન કરવો જોઈએ(ઉત્તરાધ્યયન આદિ કાલિકસૂત્રનો) સૂત્ર-૧૫–૧૬: બત્રીશ પ્રકારની અસર્જાયનો કાળ હોય ત્યારે સ્વાધ્યાય ન કરવો જોઇએ અને જ્યારે અસજ્જાય કાળ ન હોય ત્યારે સ્વાધ્યાય અવશ્ય કરવો જોઇએ. સૂત્ર ૧૭ઃ પોતાના શરીરની અસજામાં સ્વાધ્યાય ન કરવો પરંતુ વિવેકપૂર્વક પરસ્પર આગમના અર્થની વાંચણી લઈ–દઈ શકે છે સૂત્ર-૧૮–૧૯ઃ ત્રીશ વર્ષ સુધીની સંયમ પર્યાયવાળી સાધ્વીઓએ ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના ન રહેવું જોઇએ અને સાઠ વર્ષ સુધીની સંયમ પર્યાયવાળી સાધ્વીઓએ આચાર્ય વગર ન રહેવું જોઇએ. સૂત્ર-૨૦-૨૨: શય્યાતર મકાનને વેચે અથવા ભાડે આપે તો નવા માલિકની કે પૂર્વમાલિકની અથવા બંનેની આજ્ઞા લઈ શકાય છે સૂત્ર-૨૩ઃ ઘરના કોઈ માણસની કે જવાબદાર નોકરની આજ્ઞા લઈને રહી શકાય છે. હંમેશાં પિતાને ઘરે રહેનારી લગ્ન કરેલી પુત્રીની પણ આજ્ઞા લઈ શકાય છે. સૂત્ર-૨૪: રસ્તે ચાલતાં બેસવું હોય તો પણ આજ્ઞા લઈને જ બેસવું જોઈએ. સૂત્ર-૨૫–૨૬: રાજા અને રાજ્યવ્યવસ્થા બદલાવાથી, તેના રાજયમાં વિચરણ કરવા માટે ફરીથી આજ્ઞા લેવી જરૂરી છે અને જો એ જ રાજાનો રાજકુમાર આદિ વંશનો વારસદાર જ રાજા બને તો અને રાજ્ય વ્યવસ્થામાં કોઈ પરિવર્તન ન થયું હોય તો પૂર્વ લીધેલી. આજ્ઞાથી વિચરણ કરી શકાય છે. સ્ત્રીનો ભવ મિથ્યાત્વની હાજરીમાં સ્ત્રીવેદનો બંધ થાય છે. એ અપેક્ષાએ સ્ત્રીવેદ જૈનધર્મની પરિભાષામાં ઇચ્છનીય અને અનુસરણીય નથી. પરતું જૈન ધર્મની પ્રાપ્તિ થયા પછી સ્ત્રીવેદ ઉપકારક પણ થાય છે. તેનું કારણ એ છે કે સ્ત્રીને સંયમ સહેલ છે. (પુરુષની અપેક્ષાએ). સામાજીક વ્યવસ્થા એવી હોવાના કારણે સ્ત્રીને નાનપણથીજ સંયમીત રહેવાના સંસ્કારો આપવામાં આવે છે. માતાપિતા, પતિ અને પુત્રોની આજ્ઞામાં તેનું જીવન વીતે છે. લાજશરમથી રહેવું, સાંજ પડે વહેલા ઘરે આવી જવું, અહીં તહીં ન ભટકવું, કહયા વગર સુચીત કર્યા વગર ઘરેથી ન નીકળવું. આવા અનેક નીયમોની સમજણ, અનુભવ અને અભ્યાસ સ્ત્રીને નાનપણથી જ મળી જાય છે, જે આગળ જતાં સંયમ લે તો સંયમના આવાજ નિયમો માટે તેમને અણગમો નથી થતો કે તે માટે વિશેષ પ્રયત્ન નથી કરવો પડતો. સ્ત્રીનું જીવન અનેક કષ્ટોથી ભરેલું હોવાથી સંયમ તો તેમને વિશેષ સખકારી લાગે છે. સ્ત્રીવેદમાં કર્મોનો ઉદય પણ વધારે હોવાથી નિર્જરા પણ વધુ થાય છે. દરેક સંપ્રદાયમાં સાધુઓની સંખ્યા કરતા સાધ્વીઓની સંખ્યા બમણી કે તેથી પણ વધુ હોય છે. સ્ત્રીમાં અનુકંપાનો ગુણ પણ જન્મથીજ હોય છે. સરળતા અને નમ્રતા પણ વિશેષ હોય છે. સ્ત્રીમાં બુધ્ધિની તીવ્રતાનો અભાવ હોવાથી એક પણ પૂર્વનો અભ્યાસ કરી શકાતો નથી. કષાયની મંદતાના કારણે સ્ત્રીવેદને માટે સાતમી નરક નથી. પરંતુ શુભભાવોથી અનુતર વિમાન જઇ શકે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં જઈ શકે છે. એક સમાન પરિસ્થિતીમાં ક્રોધ, આવેશ વગેરેના પરિણામો જે પણ આવે છે તે પુરુષ કરતાં સ્ત્રીમાં ઓછા હોય છે. સ્ત્રીવેદમાં માયા, લોભ, માન વગેરે દેખાતું હોય તો તેનું કારણ એ છે કે તિવ્ર બુધ્ધિના અભાવમાં આ ક્રોધ, માયા, લોભ, માન પ્રગટ અવસ્થામાં વધારે હોય છે.પુરુષને વધારે બુધ્ધિના કારણે કર્મોનો બંધ પણ વધુ થાય છે. આઠમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧ઃ સ્થવિર ગુરુ આદિની આજ્ઞાથી શયનાસન ભૂમિ રત્નાધિકના ક્રમથી ગ્રહણ કરવી. સત્ર-૨-૪: પાટ વગેરે એક હાથથી ઉપાડીને સરલતાથી લઈ જઈ શકાય એવા જ લાવવા અને તેને ગવેષણ ત્રણ દિવસ સુધી કરી શકાય છે અને સ્થવિરવાસને અનુકૂળ પાટની ગવેષણા પાંચ દિવસ સુધી કરી શકાય તેમજ વધારે દૂરથી પણ લાવી શકાય છે. સૂત્ર-પઃ એકલ વિહારી વૃદ્ધ સાધુને જો અનેક પ્રકારના ઔપગ્રહિક ઉપકરણ હોય તો તે ઉપકરણોને આહારાદિ લેવા જાય ત્યારે કોઈની દેખરેખમાં મૂકીને જાય; પાછા આવવા પર તેને જાણ કરીને ગ્રહણ કરી લેવા જોઇએ. (પડિમાધારી અને જિનકલ્પી આદિ સાધુઓને ચર્મ-છત્ર વગેરે હોતા નથી, તેથી અહીં એ સામાન્ય સ્થવિરકલ્પી સપરિસ્થિતિક એકલ વિહારી વૃદ્ધ સાધુનું વર્ણન છે). સૂત્ર-૬-૯ : કોઈ ગૃહસ્થના શય્યા સંતારક આદિ બીજા ઉપાશ્રયમાં, મકાનમાં લઈ જવાના હોય તો એની ફરીથી આજ્ઞા લેવી. ક્યારેક થોડા સમયને માટે કોઈ ગૃહસ્થના પાટ આદિ ઉપાશ્રયમાં જ છોડી દીધા હોય તો એને ગ્રહણ કરવાને માટે ફરીથી આજ્ઞા લેવી. આજ્ઞા વિના ગ્રહણ ન કરવું કારણ કે તે પોતાની નિશ્રાથી થોડા સમય માટે છોડી દીધેલા છે.(ન છોડેલાનું ઉભયકાલ પ્રતિલેખન આવશ્યક છે. છોડેલાનું ફરીથી ગ્રહણ કરતી વખતે પ્રતિલેખન કરાય છે.) સૂત્ર-૧૦-૧૧ : મકાન-પાટ આદિની પહેલાં આજ્ઞા લઈને પછી જ ગ્રહણ કરવા જોઇએ, પરંતુ ક્યારેક પરિસ્થિતિવશ વિવેકપૂર્વક પહેલાં ગ્રહણ કરીને પછી આજ્ઞા લઈ શકાય છે. સૂત્ર-૧૩–૧૫: રસ્તામાં ચાલતી વખતે કોઈ સાધુનું ઉપકરણ પડી જાય અને બીજા કોઈ સાધુને મળે તો તેની પૂછપરછ કરી જેનું હોય તેને દઈ દેવું અને જો એનો કોઈપણ સ્વીકાર ન કરે તો પરઠી દેવું અર્થાત્ છોડી દેવું. જો રજોહરણ આદિ મોટા ઉપકરણો હોય તો પોતાની સાથે વધારે દૂર પણ લઈ જવા અને પૂછપરછ કરવી. સૂત્ર–૧૬: વધારે પાત્રા આચાર્ય આદિની આજ્ઞાથી ગ્રહણ ક્ય હોય તો તેમને જ દઈ દેવા. પોતાને જેને દેવાની ઈચ્છા હોય તેને પોતે જ ન આપવા; જેનું નામ લઈને પાત્ર લીધા હોય તેને આચાર્યની આજ્ઞા લઈને આપી દેવા. સૂત્ર-૧૭ઃ હંમેશાં કંઈક ને કંઈક ઉણોદરી તપ કરવું જોઇએ. ઊણોદરી તપ કરનાર પ્રકામ ભોજી કહેવાતા નથી. Page #298 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 298 નવમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર-૧-૮ઃ શય્યાતરના નોકર અને મહેમાનને પૂર્ણ રૂપે આપેલ આહારમાંથી સાધુ લઈ શકે છે અને જો પ્રાતિહારિક–વધેલો આહાર માલિકને પાછો આપવાનો હોય તો તેમાંથી સાધુએ આહાર ન લેવો જોઇએ. સૂત્ર-૯-૧૬ઃ શય્યાતરના સદ્યોગથી જીવનનો નિર્વાહ કરનારા જ્ઞાતીજન જો ભોજન બનાવે અથવા ખાય તો તેમાંથી સાધુને આહાર લેવો કલ્પ નહિ. સૂત્ર-૧૭–૩૬ઃ શય્યાતરની ભાગીદારીવાળી દુકાનમાં જો કોઈ પદાર્થ ભાગીદારી વિનાનો હોય તો તેના ભાગીદાર પાસેથી લઈ શકાય છે. તેમજ વિભાગ થયેલા કોઈપણ પદાર્થ ભાગીદાર પાસેથી લઈ શકાય છે. સૂત્ર-૩૭-૪૦ઃ સાત સપ્તક, આઠ અષ્ટક, નવ નવક અને દશ દશક દિવસોમાં દત્તિઓની મર્યાદાથી ભિક્ષા ગ્રહણ કરીને ચાર પ્રકારની ભિક્ષુ પ્રતિમાઓનું આરાધન સાધુ-સાધ્વી બન્ને કરી શકે છે. સૂત્ર-૪૧-૪૨: xxxxx મોયક(સ્વમૂત્ર) પડીમા વિષેનું છે. (નોધઃ પોતાનો કે અન્યનો કોઈ પણ મૂત્ર કોઈ પણ પ્રકારે પીવાના ઉપયોગમાં લેવો નહિં. તેનાથી સાધુ પ્રત્યે દુર્ગછા અને લોકનદા થઈ શકે છે. કોઈના પૂછવા પર સાધને માયાચાર કરી અસત્ય બોલવું કલ્પતું નથી. જખમ કે ઘાવ પર ક્યારેક લગાડી શકાય છે. રાત્રીમાં તેનાથી વડીનીતની શુદ્ધી કરી શકાય છે. સૂત્ર પાઠો પણ આગળ પાછળના સૂત્રો જોતા વિષય સાથે અસંગત જણાય છે. વાત આહારની દતિની ચાલી રહી છે. સેંકડો જીવોનું અનેક પ્રકારનું વર્ણન આગમોમાં છે, તેમાં કયાંય પણ આની પુષ્ટિ થતી નથી. કોઈ રોગમાં એ ઉપચાર તરીકે કામ પણ આવતું હોય તો એ જ્ઞાન હવે નાશ પામ્યું છે. તેથી હવે એ ઉટવૈદુંથી વિશેષ કશું નથી.) ઊંટવૈદની વાર્તા એક ઊંટના ગળામાં ગાંઠ હોવાથી તેનું ખાવાનું બંદ થઇ ગયું હતું. વૈદને બોલાવતાં તેણે તપાસ કરી અને જાણ્યું કે ઊંટના ગળામાં નાનું તરબુચ ફસાઈ ગયું છે. તેણે એક જોરદાર મુક્કો મારી તરબુચ તોડી નાખ્યું, આમ કરવાથી તરબુચ ઊંટના પેટમાં ઉતરી ગયું અને ઊંટ સાજો થઇ ગયો. ઊંટવાળાએ વૈદને અશરફીઓ આપી સનમાનીત કર્યો. આ આખું દ્રશ્ય ઊંટવાળાના નોકરે જોયું અને તેમાંથી વિવેક વગરનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. કોઈ સમયે તેની પાડોશમાં રહેતા ડોશીમાને કેન્સર જેવી ગાંઠ ગળામાં નીકળી. ઊંટવાળાનો નોકર આનો ઇલાજ જાણતો હોવાથી તેણે ઉપચારની ઓફર કરી. આમ ઊંટવૈદ શબ્દ પ્રચલીત થયું. સૂત્ર-૪૩-૪૪:- એક વારમાં અખંડ ધારાથી સાધુના હાથમાં અથવા પાત્રમાં આપવામાં આવતા આહાર આદિને એક “દત્તિ કહેવામાં આવે છે. સૂત્ર-૪૫ઃ ત્રણ પ્રકારના ખાવાના પદાર્થ હોય છે (૧) સંસ્કારિત પદાર્થ (૨) શુદ્ધ અલેપ્ય પદાર્થ (૩) શુદ્ધ લેપ્ય પદાર્થ–એમાંથી કોઈપણ અંગે અભિગ્રહ ધારણ કરી શકાય છે. સૂત્ર-૪૬: “પ્રગૃહિત” નામની છઠ્ઠી પિંડેષણાને યોગ્ય આહારની ત્રણ અવસ્થાઓ હોય છે– (૧) વાસણમાંથી બહાર કાઢતાં (૨) પીરસવાને માટે જતાં (૩) થાળી આદિમાં પીરસતાં. બીજી અપેક્ષાથી આહારની બે અવસ્થા પણ કહી શકાય છે– (૧) વાસણમાંથી બહાર કાઢતાં (૨) થાળી આદિમાં પીરસતાં. દશમા ઉદ્દેશકનો સારાંશ સૂત્ર૧-૨ :- યવમધ્ય ચંદ્ર પડિમા અને વજ મધ્ય ચંદ્ર પડિમાની સૂત્રોક્ત વિધિથી વિશિષ્ટ સંઘયણવાળા, શ્રુતસંપન્ન સાધુ આરાધના કરી શકે છે. એ પડિમા એક–એક મહિનાની હોય છે. તેમાં આહાર-પાણીની દત્તિ ક્રમશ: ઘટે–વધે છે. સાથે જ બીજા અનેક નિયમ, અભિગ્રહ કરવામાં આવે છે અને પરીષહ ઉપસર્ગોને ઘેર્યની સાથે શરીર પ્રતિ નિરપેક્ષ બનીને સહન કરવામાં આવે છે સૂત્ર-૩ : આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત આ પાંચ વ્યવહારોમાંથી જે સમયે જે ઉપલબ્ધ હોય તેનો અનુક્રમે–નિષ્પક્ષ ભાવથી ઉપયોગ કરવો જોઈએ. સ્વાર્થ, આગ્રહ કે ઉપેક્ષાના કારણે વ્યુત્ક્રમથી ઉપયોગ ન કરવો જોઇએ. વિપરીત વ્યવહાર કરનારા વિરાધક થાય છે. સમ્યક વ્યવહાર કરનારા આરાધક થાય છે. સૂત્ર-૪-૧૦ઃ- ધર્મમાં, આચારમાં અને ગણ સમાચારમાં સ્થિર રહેનારાની કે એનો ત્યાગ કરી દેનારાની બે ચૌભંગી બને છે. સૂત્ર-૧૧ - દ્રઢધર્મી અને પ્રિયધર્મ સંબંધી એક ચૌભંગી થાય છે. સૂત્ર ૧૨–૧૫ - દીક્ષાદાતા અને વડી દીક્ષાદાતાની; મૂળ આગમના વાચનાદાતા અને અર્થ આગમના વાચનાદાતાની તથા તેના સંબંધિત શિષ્યોની કુલ ચાર ચૌભંગીઓ છે અને તે ચીભંગીઓના અંતિમ ભંગની સાથે ધર્માચાર્ય(પ્રતિબોધ દાતા)નું તેમજ ધર્મઅંતેવાસીનું કથન કરવામાં આવ્યું છે. સૂત્ર-૧૬: ત્રણ પ્રકારના સ્થવિર હોય છે (૧) શ્રતથી (૨) દીક્ષા પર્યાયથી (૩) ઉમરથી; અર્થાત્ (૧) અગિયાર સૂત્ર કંઠસ્થ (ઠાણાંગ, સમવાયાંગ ના જ્ઞાતા.) (૨) વીસ વર્ષની સંયમ પર્યાય (૩) સાઠ વરસની ઉમરવાળા. સૂત્ર-૧૭: શૈક્ષની(ઉપસ્થાપના પહેલાની) ત્રણ અવસ્થાઓ હોય છે. (૧) સાત દિન (૨) ચાર મહિના (૩) છ મહિના. સૂત્ર૧૮-૧૯ ગર્ભકાલ સહિત ૯ વર્ષની પહેલા કોઈને દીક્ષા ન દેવી, કારણવશ દીક્ષા દેવાઈ ગઈ હોય તો વડી દીક્ષા ન દેવી જોઇએ ૦–૨૧: અવ્યક્ત(૧૬ સોળ વરસથી ઓછી ઉમરવાળા)ને આચારાંગનિશીથની વાંચણી ન દેવી. બીજા અધ્યયન કરાવવા. સૂત્ર-રર-૨૬: ત્રણ વર્ષની સંયમ પર્યાય સુધીમાં સાધુને ઓછામાં ઓછા આચારાંગ અને નિશીથ સૂત્ર અર્થ સહિત કંઠસ્થ કરાવી. લેવા જોઇએ અને ક્રમશઃ ૨૦ વર્ષની સંયમ પર્યાય સુધીમાં યથાયોગ્ય શિષ્યોને સૂત્રોક્ત બધા જ આગમોની વાચણી યથાક્રમથી પૂર્ણ કરાવી લેવી જોઈએ. બુદ્ધિમાન શિષ્ય થોડા સમયમાં વધારે શ્રુત અધ્યયન કરી શકે છે, આવું અનેક આગમ પાઠોથી સ્પષ્ટ થાય છે. Page #299 -------------------------------------------------------------------------- ________________ 299 આગમસાર jainology સૂત્ર ૩૭ આચાર્ય આદિ દશની ભાવ સહિત સેવા કરવી. તેઓની સેવા કરવાથી ઘણા જ કર્મનો ક્ષય થાય છે તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. | વ્યવહાર સંપૂર્ણ વિવિધ વિષયો પર નિબંધો અને નોંધો: પરિશિષ્ટ-૧ : પાંચ વ્યવહાર [ઉદ્દેશક–૧૦: સૂત્ર-૩] (૧) આગમ વ્યવહાર :- નવ પૂર્વથી લઈ ચૌદ પૂર્વના જ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની અને કેવલજ્ઞાની પોતાના જ્ઞાનના આધારે જે વ્યવહાર કરે, પ્રાયશ્ચિત્ત આપે કે કોઈ નિર્ણય આપે તે આગમ વ્યવહાર કહેવાય છે. (૨) શ્રત વ્યવહાર:- ઉપરોકત જ્ઞાનીઓના અભાવમાં જઘન્ય આચારાંગ તથા નિશીથ સૂત્ર અને ઉત્કૃષ્ટ નવ પૂર્વ જ્ઞાનના આધારે જે વ્યવહાર, પ્રાયશ્ચિત્ત કે નિર્ણય કરવામાં આવે તે “શ્રત વ્યવહાર કહેવાય છે. (૩) આશા વ્યવહાર – કોઈ આગમ વ્યવહારી કે શ્રત વ્યવહારીની આજ્ઞા કરવામાં આવે તે મળવા પર તે આજ્ઞાના આધારથી પ્રાયશ્ચિત્ત દેવામાં આવે, તે “આશા વ્યવહાર' કહેવાય છે. (૪) ધારણા વ્યવહાર - આગમના આધારથી, ફલિતાર્થથી બહુશ્રુતોએ પ્રાયશ્ચિત્તની કંઈક મર્યાદા કરી હોય તેમજ કોઈ વ્યવહાર કે નિર્ણય લીધા હોય તે ધારણા, પરંપરા અનુસાર કરવું તે “ધારણા વ્યવહાર' કહેવાય છે. (૫) જીત વ્યવહાર – જે વિષયોમાં કોઈ સ્પષ્ટ સૂત્રનો આધાર ન હોય એ વિષયમાં બહુશ્રુત સાધુ, સૂત્રથી અવિરુદ્ધ અને સંયમ પોષક પ્રાયશ્ચિત્તની મર્યાદાઓ કરી દીધી હોય કે કોઈ અન્ય વ્યવહાર અથવા તત્ત્વ નિર્ણય ર્યા હોય તે પ્રમાણે વર્તન કરવું, તે “જીત વ્યવહાર કહેવાય છે. [૨] વાચનાને અયોગ્ય બ્રહકલ્પ ઉદ્દેશક-૪, સૂત્ર-૧૦, ૧૧] ૧. અવિનીત :- જે વિનય રહિત છે, આચાર્ય કે દીક્ષાજયેષ્ઠ સાધુ વગેરેના આવવા જવા પર ઊભા થવું, સત્કાર, સન્માન વગેરે યથાયોગ્ય વિનય કરતા નથી તે “અવિનીત' કહેવાય છે. ૨. વિગય પ્રતિબદ્ધઃ- જે દૂધ, દહીં વગેરે રસોમાં આસક્ત છે, તે રસો નહિ મળવા પર સૂત્રાર્થ વગેરે ગ્રહણ કરવામાં મંદ ઉદ્યમી રહે છે, તે વિકૃતિ પ્રતિબદ્ધ' કહેવામાં આવે છે. ૩. અવ્યપશમિત પ્રાભૂત(અનુપશાંત-ક્લેશ) – જે અલ્પ અપરાધ કરનાર અપરાધી પર પ્રચંડ ગુસ્સો કરે છે અને ક્ષમાયાચના કરી લેવા છતાં પણ વારંવાર તેના પર ગુસ્સો કર્યા કરે છે, તેને “અવ્યપશમિત પ્રાભૃત” કહે છે. આ ત્રણ પ્રકારના સાધુ સૂત્ર વાચના, અર્થ વાચના અને ઉભય વાચનાને અયોગ્ય છે કારણ કે વિનયથી જ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અવિનયી શિષ્યને વિદ્યા ભણાવવી નિષ્ફળ તો જાય છે, પણ ક્યારેક- દુષ્કળ' પણ આપે છે. જે દૂધ, દહીં વગેરે વિકૃતિઓમાં આસક્ત છે, તેને આપેલી વાચના હૃદયમાં સ્થિર રહી શકતી નથી. માટે તેને પણ વાચના ને સ્વભાવમાં ઉગ્રતા છે, થોડો પણ અપરાધ થઈ જવા પર જે અપરાધી પરે વધારે ગુસ્સો કરે છે, ક્ષમા માંગવા છતાં પણ વારંવાર ગુસ્સો ક્ય કરે છે, એવી વ્યક્તિને પણ વાચના દેવી અયોગ્ય છે. એવી વ્યક્તિને લોકો આ જન્મમાં પણ સ્નેહ કરવો છોડી દે છે અને પરભવ માટે પણ તે તીવ્ર વેરનો અનુબંધ કરે છે. એટલા માટે ઉપરોક્ત ત્રણ પ્રકારના શિષ્ય સૂત્ર-અર્થ અને સૂત્રાર્થની વાચના લેવા માટે અયોગ્ય કહેવામાં આવેલ છે. જે વિનય યુક્ત છે, દૂધ-દહીં વગેરેના સેવનમાં જેની આસક્તિ નથી અર્થાત્ ગુરુ આજ્ઞા હોય તો વિગય સેવન કરે અન્યથા. ત્યાગ કરી દે અને જે ક્ષમાશીલ તેમજ સમભાવી છે, એવા શિષ્યોને જ સૂત્રની, તેના અર્થની તથા બન્નેની વાચના આપવી જોઈએ. તેને આપવામાં આવેલ વાચનાથી શ્રુતનો વિસ્તાર થાય છે, ગ્રહણ કરનારાનો આલોક અને પરલોક સુધરે છે અને જિનશાસનની પ્રભાવના થાય છે. [૩] શિક્ષણને અયોગ્ય [બૃહત્કલ્પ ઉદ્દેશક-૪ઃ સૂત્ર-૮, ૯] (૧) દુષ્ટઃ જે શાસ્ત્રની પ્રરૂપણા કરનારા ગુરુ વગેરે પર દ્વેષ રાખે અથવા યથાર્થ પ્રતિપાદન કરવામાં આવતા તત્ત્વો ઉપર દ્વેષ રાખે તે. (૨) મૂઢ – ગુણ-અવગુણના વિવેકથી રહિત વ્યક્તિ. (૩) વ્યર્ડ્સાહિત – વિપરીત શ્રદ્ધાવાળા અત્યંત કદાગ્રહી પુરુષ. આ ત્રણે પ્રકારના સાધુ “દુઃસંજ્ઞાપ્ય છે અર્થાત્ તેને સમજાવવા ઘણા મુશ્કેલ છે. સમજાવવા છતાં પણ તે સમજતા નથી. તેને શિક્ષા આપવાથી કે સમજાવવાથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. માટે એ સૂત્ર વાચના માટે પૂર્ણ અયોગ્ય હોય છે. જે દ્વેષભાવથી રહિત છે, હિત–અહિતના વિવેકથી યુક્ત છે અને વિપરીત શ્રદ્ધાવાળા કે કદાગ્રહી નથી, તે શિક્ષા દેવાને યોગ્ય હોય છે. એવી વ્યક્તિઓને જ શ્રુત તેમજ અર્થની વાચના દેવી જોઈએ, કારણ કે તે પ્રતિપાદિત તત્ત્વને સરળતાથી કે સુગમતાથી. ગ્રહણ કરે છે. દરેક વ્યકતિનો ક્ષયપક્ષમ એકસરખો હોતો નથી, તથા હંમેશા એક સરખો રહેતો પણ નથી. તેથી કોઈ યોગ્ય પછીથી અયોગ્ય પણ થાય છે. તથા કોઈ અયોગ્ય ભાગ્યનો ઉદય થતાં યોગ્ય પણ થઈ જાય છે. તેથી પૂર્વગ્રહથી નિર્ણય ન કરતાં જીવની હાલની દશા જોવી જોઇએ. Page #300 -------------------------------------------------------------------------- ________________ આગમસાર-પૂર્વાર્ધ 300 [૪]સ્વાધ્યાયની અવશ્ય કરણીયતા તેમજ પ્રાયશ્ચિત્ત [નિશીથસૂત્ર ઉદ્દેશક–૧૯, સૂત્ર-૧૩] દિવસની પ્રથમ કે અંતિમ પોરસી અને રાત્રિની પ્રથમ અને અંતિમ પોરસી એ ચાર પોરસીઓ કાલિકશ્રુતની અપેક્ષાથી સ્વાધ્યાય કાળ છે. એ ચાર કાળમાં સ્વાધ્યાય ન કરવો અને અન્ય વિકથા, પ્રમાદ વગેરેમાં સમય પસાર કરી દેવો એ જ્ઞાનનો અતિચાર છે, જેમ કે કાલે ન કઓ સજજાઓ; સજજાએ ન સજજાઈયંા - આવ.અ.૪ આ અતિચારનું સેવન કરવાથી સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. તાત્પર્ય એ છે કે ભિક્ષને આવશ્યક સેવા કાર્ય સિવાય ચારેય પોરસીમાં સ્વાધ્યાય કરવો આવશ્યક હોય છે. સ્વાધ્યાય ન કરવાથી થનારી હાનિઓ:૧. સ્વાધ્યાય ન કરવાથી પૂર્વગ્રહીત શ્રુત વિસ્તૃત થઈ જાય છે. 2. નવા શ્રુતનું ગ્રહણ તેમજ તેની વૃદ્ધિ થતી નથી. 3. વિકથાઓ તેમજ અન્ય પ્રમાદોમાં સંયમનો અમૂલ્ય સમય પસાર થઈ જાય છે. 4. સંયમ ગુણોનો નાશ થાય છે. 5. સ્વાધ્યાય, તપ અને નિર્જરાના લાભથી વંચિત્ત રહેવું પડે છે. પરિણામે ભવ પરંપરા નષ્ટ થઈ શકતી નથી. માટે સ્વાધ્યાય ભિક્ષુનું પરમ કર્તવ્ય છે, એવું સમજવું જોઈએ. સ્વાધ્યાય કરવાથી થતા લાભો:૧. સ્વાધ્યાય કરવાથી વિપુલ નિર્જરા થાય છે. 2. શ્રુતજ્ઞાન સ્થિર તેમજ સમૃદ્ધ થાય છે. 3. શ્રદ્ધા, વૈરાગ્ય, સંયમ એવં તપમાં રુચિ વધે છે.૪. આત્મ ગુણોની પુષ્ટિ થાય છે.પ.મન તેમજ ઇન્દ્રિય નિગ્રહમાં સફળતા મળે છે 6. સ્વાધ્યાય ધર્મ ધ્યાનનું આલંબન કહેવામાં આવેલ છે. તેમજ તેનાથી ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થાય છે. પરિણામે તેનાથી ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. ચારેય કાળમાં કાલિકશ્રુતનો સ્વાધ્યાય કરવો તેમજ અન્ય પ્રહરોમાં ઉત્કાલિક શ્રુતનો સ્વાધ્યાય કરવો કે અર્થ ગ્રહણ કરવા અથવા વાંચણી લેવી. દિવસના ત્રીજા પ્રહરમાં ભિક્ષા ન લાવવાની હોય તો ઉત્કાલિક શ્રતના સ્વાધ્યાય વગેરેમાં મગ્ન રહેવું. રાત્રિના બીજા પ્રહરમાં પણ સાધુ ઉપર કહેલ તે પ્રમાણે સ્વાધ્યાય કરે અગર સૂવે. રાત્રિના ત્રીજા પહોરમાં નિદ્રા લઈને તેનાથી નિવૃત્ત થઈ જાય અને તે પ્રહરનો સમય બાકી હોય તો ઉત્કાલિકશ્રુત વગેરેનો સ્વાધ્યાય કરે. ફરીથી ચોથા પ્રહરમાં કાલિકશ્રતનો સ્વાધ્યાય કરે. આ સાધુની દિવસની ચર્યા તેમજ રાત્રિની ચર્યાનું વર્ણન સ્વાધ્યાયથી જ પરિપૂર્ણ થાય છે. ઉત્કાલિક પોરસીમાં સૂત્રોનો સ્વાધ્યાય, સૂત્રોના અર્થ, આહાર, નિદ્રા વગેરે પ્રવૃત્તિઓ કરી શકાય છે. પરંતુ પ્રથમ અને અંતિમ ચારેય પોરસી કાળમાં ફક્ત સ્વાધ્યાય જ કરવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૨૬ અનુસાર સ્વાધ્યાયના સમયમાં જો ગુરુ વગેરે કોઈ સેવાનું કાર્ય કહે તો કરવું જોઇએ અને ન કહે તો સ્વાધ્યાયમાં જ લીન રહેવું જોઇએ. આ સ્વાધ્યાય કાલિકશ્રુતનો છે. તેમાં નવું કંઠસ્થ કરવું કે તેનું પુનરાવર્તન કરવું વગેરે સમાવિષ્ટ છે. જ્યારે નવું કંઠસ્થ કરવાનું અધ્યયન કાર્ય પૂર્ણ થઈ જાય ત્યારે તેનું ફક્ત પુનરાવર્તન કરવાનું રહે છે. વ્યવહાર સૂત્ર ઉ.૪માં સાધુ-સાધ્વીઓને, શીખેલા જ્ઞાનને કંઠસ્થ રાખવાનું આવશ્યક કહેલ છે અને ભૂલી જવા પર કઠોરતમ પ્રાયશ્ચિત્ત કહેવામાં આવેલ છે અર્થાત્ પ્રમાદથી ભૂલી જવાથી તેને જીવન પર્યત કોઈ પણ પ્રકારની પદવી આપવામાં આવતી નથી અને પદવીધર હોય તો તેને પદવી પરથી દૂર કરવામાં આવે છે. ફક્ત વૃદ્ધ–સ્થવિરોને આ પ્રાયશ્ચિત્ત નથી. માટે શ્રત કંઠસ્થ કરવું અને સ્થિર રાખવું, નિરંતર સ્વાધ્યાય કરતા રહેવાથી જ થઈ શકે છે. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય. ૨૬માં સ્વાધ્યાયને સંયમનો ઉત્તરગુણ કહેલ છે. બધા દુઃખોમાંથી મુક્ત કરનારો તથા સર્વભાવોની શુદ્ધિ કરનારો કહેલ છે. આ બધા આગમ વર્ણનોને હૃદયમાં ધારણ કરીને ભિક્ષુ હંમેશાં સ્વાધ્યાયરત રહે અને સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત સ્થાનોનું સેવન ન કરે અર્થાત સ્વાધ્યાય સિવાય વિકથા, પ્રમાદ વગેરેમાં સમય ન બગાડે. વિકથા વગેરેમાં સમય વિતાવવાથી અને યથાસમયે આગમનો સ્વાધ્યાય ન કરવાથી પ્રસ્તુત સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. જેનો. સરલતાપૂર્વક સ્વયં સ્વીકાર કરવો જોઈએ તેમજ સંઘ વ્યવસ્થામાં પણ તે માટે પ્રાયશ્ચિત્ત દેવાની તેમજ સ્વીકાર કરવાની પરંપરા રાખવી જોઈએ. [5] માસિક ધર્મમાં અસ્વાધ્યાયનો વિવેક તેમજ સત્યાવબોધ. [નિશીથ સૂત્ર ઉદ્દેશક–૧૯ સૂત્ર 15] સ્વયંની અસ્વાધ્યાય બે પ્રકારે હોય છે– (1) વ્રણ સંબંધી (2) તુધર્મ સંબંધી. એમાં ભિક્ષને એક પ્રકારનો તેમજ ભિક્ષણી(સાધ્વી)ને બન્ને પ્રકારનો અસ્વાધ્યાય હોય છે. શરીરમાં ફોડલા–ફન્સી, ભગંદર, મસા વગેરેમાંથી જ્યારે લોહી–રસી બહાર આવે છે ત્યારે તેનો અસ્વાધ્યાય હોય છે. તેની શુદ્ધિ કરીને 100 હાથની બહાર પરઠીને સ્વાધ્યાય કરી શકાય છે. શુદ્ધિ ર્યા પછી પણ લોહી વગેરે નીકળતું રહે તો પણ સ્વાધ્યાય કરી શકાતો નથી, પરંતુ તેમાં એક, બે કે ત્રણ વસ્ત્ર પટ બાંધીને પરસ્પર આગમ વાંચણી લઈદઈ શકાય છે. ત્રણ પટ પછી લોહી દેખાય તો ફરીથી તેને શુદ્ધ કરવું આવશ્યક હોય છે. ઋતુધર્મનો અસ્વાધ્યાય ત્રણ દિવસ સુધી રહે છે. પરંતુ વ્યવહારસૂત્રના ઉદ્દેશક 7 સૂત્ર ૧૭માં પોતાના અસ્વાધ્યાયમાં પરસ્પર વાચના લેવા-દેવાનું વિધાન કરવામાં આવેલ છે. તેની ભાષ્યમાં વિધિ આ પ્રકારે બતાવેલ છે– રક્ત વગેરેની શુદ્ધિ કરીને આવશ્યકતાનુસાર એક, બે અથવા સાત સુધી વસ્ત્રપટ બાંધીને સાધ્વી–સાધ્વી પરસ્પર વાંચણી લઈ–દઈ શકે છે. પ્રમાણને માટે જુઓ- વ્યવહાર સૂત્ર ઉ.૭, ભાષ્ય ગાથા-૩૯૦થી 394 તથા નિશીથ ભાષ્ય ગાથા- ૬૧૬૭થી 170 તથા અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ 1 પાના-૮૩૩ અસજજાઈય શબ્દ. Page #301 -------------------------------------------------------------------------- ________________ jainology 301 આગમસાર સૂત્ર 14 અને ૧૫માં વર્ણન કરેલ બધો અસ્વાધ્યાય આગમોના મૂળ પાઠના ઉચ્ચારણથી જ સંબંધિત જાણવો જોઇએ. કારણ કે તેની ભાષા દેવ-વાણી છે અને અસ્વાધ્યાયનું પ્રમુખ કારણ દેવોના ઉપદ્રવ સાથે સંબંધિત છે. માસિક ધર્મ વગેરે અવસ્થામાં આગમોનો અર્થ, વાચના કે અનુપ્રેક્ષા, પ્રશ્નો, વ્યાખ્યાન-શ્રવણ વગેરે કરવાનો નિષેધ નથી. ગૃહસ્થને સામાયિક પૌષધ આદિ તથા પ્રભુ સ્તુતિ-સ્મરણનો નિષેધ પણ કોઈપણ શાસ્ત્રમાં નથી. આગમ સ્વાધ્યાયના નિયમોને સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મ પ્રવૃત્તિઓને માટે પણ જો લાગુ કરવામાં આવે તો એ પ્રરૂપણાનું અતિક્રમણ થાય છે. તેમજ અકારણ બધી ધર્મક્રિયાઓમાં અંતરાય થાય છે. એક વિષયના નિયમને અન્ય વિષયમાં જોડવો અનુચિત્ત પ્રયત્ન છે. - વ્યવહાર સૂત્ર ઉદ્દેશક–૭માં જ્યારે સ્વયં આગમકાર માસિક ધર્મ વગેરે પોતાના અસ્વાધ્યાયમાં આગમની વહેચણી અર્થાત્ અર્થ લેવાનું પણ વિધાન કરે છે તો પછી કોઈપણ આચાર્ય સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુ સ્મરણ, નવકારમંત્ર તેમજ લોગસ્સ વગેરેના ઉચ્ચારણનો નિષેધ કરે, એ ક્યારેય પણ ઉચિત્ત નથી. કારણ કે આ પ્રકારની આગમ વિપરીત માન્યતા રાખવાથી સંવત્સરી મહાપર્વના દિવસે પણ સામાયિક-પૌષધ, પ્રતિક્રમણ, વ્યાખ્યાન શ્રવણ, મનિ દર્શન તેમજ નમસ્કાર મંત્રોચ્ચારણ વગેરે બધી ધાર્મિક પ્રવૃત્તિઓથી વંચિત્ત રહેવું પડે છે. બધા પ્રકારની ધર્મપ્રવૃત્તિથી વંચિત્ત ગૃહસ્થ પર્વ દિવસોમાં પણ સાવધ પ્રવૃત્તિ તેમજ પ્રમાદમાં જ સંલગ્ન હોય છે. માટે એવી પ્રરૂપણા કરવી સર્વથા અયોગ્ય છે. માટે સ્વકીય અસ્વાધ્યાયમાં શ્રાવક-શ્રાવિકા વિવેકપૂર્વક સામાયિક પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરે તો તેમાં કોઈ દોષ ન સમજવો જોઇએ અને ઘરકાર્યથી નિવૃત્તિના આ દિવસોમાં તેને સંવર વગેરે ધર્મક્રિયામાં જ વધારે સમય પસાર કરવો જોઈએ. સાધ્વીઓએ અન્ય અધ્યયન, શ્રવણ, સેવા, તપ, આત્મચિંતન, ધ્યાન વગેરેમાં સમય પસાર કરવો જોઇએ. આણાએ ધમ્યો છે જન્મ સમયે ગ્રહણ કરાયેલા પુદગલોનો સંપૂર્ણ ક્ષય શરીરમાંથી કયારે પણ થતો નથી. ક્ષણે ક્ષણે તે પુદગલો શરીરમાંથી ઓછા થવા છતાં આખા જીવનકાળ દરમ્યાન તેનો થોડો અંશ તો શરીરમાં રહે છે. આત્માએ જયાં સુધી તેમને ગ્રહણ કરેલા છે ત્યાં સુધી તેનો અસ્વાધ્યાય નથી પણ આત્માથી વિખુટા પડ્યા પછી તે પુદગલોનો અસ્વાધ્યાય ગણાય છે. સનત ચક્રીએ દીક્ષા લીધી ત્યારે શરીરમાં રોગ ઉત્પન્ન થઈ ચુક્યા હતા. સ્વ સબંધી શરીરના અસ્વાધ્યાયમાં તેમણે દીક્ષા લીધી હતી. તેમ છતાં, ભગવાને કેવળજ્ઞાનમાં જે ભાવ જોયા છે, પ્રરુપયા છે, ભવ્ય જીવોનાં હિત માટે આજ્ઞા કરી છે. તો તત્વ કેવલી ગમ્ય જાણી શ્રધા કરવી જોઇએ. નારક અને ત્રિર્યચ ના ભવમાં જીવ સંજ્ઞાઓનું જીવન જીવ્યો. દેવ અને મનષ્ય ના ભ ઇચ્છાઓનું જીવન જીવ્યો. પણ હજી સુધી જીવ ભગવાનની આજ્ઞા પ્રમાણેનું જીવન નથી જીવ્યો. ભગવાનની આજ્ઞા એજ સંપૂર્ણ ધર્મ છે. પુદગલોની અસર શેઠ અને શેઠાણીના આગમન પછીના ત્રણ દિવસે બગીચામાં ફૂલ અને કળીઓ જોવા મળી. માળીને પૂછતાં જવાબ મળ્યો કે હમણાં તો ઘણા દિવસથી ફૂલો થતાં નથી.–ખારકેલીનાં વૃક્ષ પર સ્ત્રીઓનાં હાથે ફૂલોના છંટકાવની વાતો સાંભડતાં ત્યારે ગામડાનાં લોકોની અંધશ્રધ્ધા પર હસવું આવતું. પરંતુ જયારે પુદગલોનો પ્રભાવ જોવા મળે છે ત્યારે આશ્ચર્ય જ થાય છે. ગાઢ મિથ્યાત્વથી મહાનિંદ્રા હોવા છતાં ચાર સંજ્ઞા, ચાર કસાય અને નવ નોકસાય એકેન્દ્રીયમાં પણ હોય છે. કાગનું બેસવું અને ડાળનું પડવું - એના જેવી વાત લાગતી હોય કદાચ, પણ પુદગલોનો પ્રભાવ એકેન્દ્રીય અસંશિથી કરીને પંચેન્દ્રીય સંક્ષિ સુધી દરેક પર પડે છે. - સુબુધ્ધિ પ્રધાન રાજાને પુદગલોનાં પરિણમન પર રાગદ્વેશ ન કરવાનું સમજાવે છે, પણ તે પુદગલો હિણા કે સારા નથી થયા તેમ કહેવાનો તેનો આશય નથી. અને શુભ કે અશુભ પુદગલો તેવા પ્રકારનો પ્રભાવ પણ પાડેજ છે. અસ્વાધ્યાયનો મર્મ તેમજ વિવેક નિશીથ સૂત્ર, ઉદ્દેશક–૧૯, સૂત્ર-૧૪] અસ્વાધ્યાયમાં સ્વાધ્યાયનો નિષેધ કરવાનું મુખ્ય કારણ એ છે કે ભગવતી સૂત્ર શતક–૫, ઉદ્દે –૪માં દેવોની ભાષા અર્ધમાગધી કહી છે અને આ ભાષા આગમની પણ છે માટે મિથ્યાત્વી તેમજ કુતૂહલી દેવો દ્વારા ઉપદ્રવ કરવાની સંભાવના રહે છે. અસ્વાધ્યાયના આ સ્થાનોથી એ પણ સ્પષ્ટ થાય છે કે સ્પષ્ટ ઘોષની સાથે ઉચ્ચારણ કરતા થકાં આગમોની પુનરાવૃત્તિ રૂપ સ્વાધ્યાય કરવાની પદ્ધતિ હોય છે, તે અપેક્ષાથી આ અસ્વાધ્યાય કહેલ છે. તેની અનુપ્રેક્ષા, આગમના ભાષાંતરનો સ્વાધ્યાય કરવાથી અસ્વાધ્યાય થતો નથી. અસ્વાધ્યાયના સંબંધમાં વિશેષ વિધાન એ છે કે આવશ્યક સૂત્રના પઠન-પાઠનમાં અસ્વાધ્યાય થતો નથી કારણ કે એ હંમેશાં બન્ને કાળ સંધ્યા સમયે જ અવશ્ય કરણીય હોય છે. માટે “નમસ્કાર મંત્ર' “લોગસ્સ વગેરે આવશ્યક સૂત્રના પાઠ પણ હંમેશાં વાંચી કે બોલી શકાય છે. કોઈપણ અસ્વાધ્યાયની જાણકારી થયા પછી બાકી રહેલા અધ્યયન કે ઉદ્દેશકને પૂર્ણ કરવાને માટે સ્વાધ્યાય કરવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. તિર્યંચ પંચેન્દ્રિય કે મનુષ્યના રક્ત વગેરેની જળથી શુદ્ધિ કરવી હોય તો સ્વાધ્યાય સ્થળથી 60 હાથ કે 100 હાથ દૂર જઈને કરવી જોઇએ. તેઇન્દ્રિય, ચઉરિજિયના લોહી કે કલેવરનો અસ્વાધ્યાય ગણવામાં આવતો નથી. ઔદારિક સંબંધી અશુચિ પદાર્થોની વચમાં રાજમાર્ગ હોય તો અસ્વાધ્યાય થતો નથી. ઉપાશ્રયમાં તથા તેની બહાર 90 હાથ સુધી. બરાબર પ્રતિલેખન કરીને સ્વાધ્યાય કરવાથી પણ કોઈ ઔદારિક અસ્વાધ્યાય રહી જાય તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવતું નથી. Page #302 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 302 માટે સાધુ દિવસમાં બધા પ્રકારના અસ્વાધ્યાયનું પ્રતિલેખન અને વિચાર કરીને સ્વાધ્યાય કરે છે અને રાત્રિમાં સ્વાધ્યાય કાળનું પ્રતિલેખન કરવા યોગ્ય ભૂમિ, અર્થાત્ જયાં ઊભા રહેવાથી બધી દિશાઓ તેમજ આકાશ સ્પષ્ટ દેખાય, એવી ત્રણ ભૂમિઓનું સૂર્યાસ્ત પહેલાં પ્રતિલેખન કરી રાખે છે, વર્ષા વગેરેના કારણે ક્યારેક મકાનમાં રહીને પણ કાળ પ્રતિલેખન કરવામાં આવે છે. વિશાળ સાધુ સમુદાયમાં બે સાધુ આચાર્યની આજ્ઞા લઈને કાળનું પ્રતિલેખન કરે છે. પછી સૂચના દેવા પર બધા સાધુ સ્વાધ્યાય કરે છે. વચ્ચે અસ્વાધ્યાયનું કારણ જણાય તો તેનો પૂર્ણ નિર્ણય કરીને સ્વાધ્યાય બંધ કરી દેવાય છે. સ્વાધ્યાય આવ્યેતર તપ તેમજ મહાન નિર્જરાનું સાધન હોવા છતાં પણ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. મર્યાદા ભંગ વગેરેથી કર્મબંધ થાય છે. ક્યારેક અપયશ તેમજ ઉપદ્રવ 5 પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. - નિશીથ ચૂર્ણિ. સ્વાધ્યાય પ્રિય ભિક્ષુઓએ અસ્વાધ્યાય સંબંધમાં પણ હંમેશા સાવધાની રાખવાની ફરજનું આવશ્યક રૂપથી પાલન કરવું જોઇએ. યાદ રાખવાનું કે આ કર્તવ્ય ફક્ત અર્ધમાગધી ભાષાવાળા કાલિક તેમજ ઉત્કાલિક સૂત્રોનાં મૂળ પાઠની અપેક્ષાએ છે. આવશ્યક સૂત્ર(પ્રતિક્રમણ સૂત્ર)ને માટે અસ્વાધ્યાય સંબંધી કોઈ કર્તવ્ય નથી. તેમજ સૂત્રોની વ્યાખ્યા, ભાષાન્તર, અર્થ ચિંતન, વાંચન તેમજ અન્ય સંવર પ્રવૃત્તિ વગેરેને માટે પણ અસ્વાધ્યાય સંબંધી કોઈ નિયમ લાગુ પડતો નથી. | [] ક્ષમાપના ભાવ [વ્યવહાર સૂત્ર ઉદ્દેશક-૭ઃ સૂત્ર-૧૧, 12) ક્ષમાપનાનું ધાર્મિક જીવનમાં એટલું વધારે મહત્વ છે કે જો કોઈની સાથે ક્ષમાપના ભાવ ન આવે અને તે અક્ષમા ભાવમાં જ કાળધર્મ પામી જાય તો તે સાધકની કેટલીય ઉગ્ર સાધના હોય છતાં પણ તે વિરાધક થઈ જાય છે. ક્ષમાપના દ્રવ્ય અને ભાવ ના ભેદથી બે પ્રકારે છે– (1) દ્રવ્યથી– જો કોઈના પ્રત્યે નારાજગીનો ભાવ કે રોષભાવ હોય તો તેને પ્રત્યક્ષ કહેવું કે હું આપને ક્ષમા કરું છું અને આપના પ્રત્યે પ્રસન્નભાવ ધારણ કરું છું.' જો કોઈ વ્યક્તિ કોઈની પણ ભૂલને કારણે ગુસ્સો કરે તો કહી દેવું કે મારી ભૂલ થઈ ગઈ છે, આપ ક્ષમા કરો; ફરીથી આવી ભૂલ નહિ કરું. (2) ભાવથી– શાંતિ, સરલતા તેમજ નમ્રતાથી પોતાનાં હૃદયને સંપૂર્ણ પવિત્ર અને પરમ શાંત બનાવી લેવું જોઇએ. આવી રીતે ભાવોની શુદ્ધિ તેમજ હૃદયની પવિત્રતાની સાથે વ્યવહારથી ક્ષમા દેવી અને ક્ષમા માંગવી, આ પૂર્ણ “ક્ષમાપના વિધિ છે. પરિસ્થિતિવશ આવું સંભવ ન હોય તોપણ બૃહત્કલ્પસૂત્ર ઉદ્દે-૧, સૂત્ર-૩૪ અનુસાર સ્વયંને પૂર્ણ ઉપશાંત કરી લેવાથી પણ આરાધના થઈ શકે છે. અંતર હૃદયમાં જો શાંતિ શુદ્ધિ ન થાય તો બાહ્ય- વિધિથી સંલેખના, 15 દિવસનો સંથારો અને વ્યવહારિક ક્ષમાપના કરી લેવાથી પણ આરાધના થઈ શકતી નથી, એવું ભગવતી સૂત્ર શતક 13, ઉદ્દે.-૬માં આવેલ અભીચિકુમારના વર્ણનથી સ્પષ્ટ થાય છે. માટે સ્વયંના અંતર હૃદયમાં શુદ્ધિ, ઉપશાંતિ થઈ જવી જોઈએ; પોતાના કષાય-ક્લેશના કે નારાજગીના ભાવોથી પૂર્ણ નિવૃત્તિ થવી પરમ આવશ્યક છે. એવું થવા પર જ દ્રવ્ય અને ભાવથી પરિપૂર્ણ ક્ષમાપના કરીને તે સાધક પોતાની સાધનામાં આરાધક થઈ શકે છે. [] ઊણોદરી તપની સમજૂતી વ્યિવહાર સૂત્ર ઉદ્દેશક–૮: સૂત્ર-૧૭] ભગવતી સૂત્ર શતક–૭ તથા શતક-૨૫ તેમજ ઉવવાઈ સૂત્રમાં પણ ઊણોદરી તપના વિષયનું વર્ણન છે. “આહાર ઊણોદરી’ના સ્વરૂપની સાથે જ તે બંને સૂત્રોમાં ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોનું પણ સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે. ઉત્તરા. આ. ૩૦ના તપ વર્ણનમાં આહાર–ઊણોદરીનું જ કથન કરવામાં આવેલ છે. ઉપકરણ ઊણોદરી વગેરે ભેદોની વિવફા ત્યાં કરી નથી. ત્યાં આહાર ઊણોદરીના 5 ભેદ કહ્યા છે– 1. દ્રવ્ય 2. ક્ષેત્ર 3. કાળ 4. ભાવ અને 5. પર્યાય. 1. દ્રવ્યથી– પોતાનાં પૂર્ણ ખોરાકથી ઓછું ખાવું. 2. ક્ષેત્રથી- ગ્રામાદિ ક્ષેત્ર સંબંધી અભિગ્રહ કરવો અથવા ભિક્ષાચરીમાં ભ્રમણ કરવાના માર્ગમાં પેટી વગેરે છ (6) આકારમાં ગોચરી કરવાનો અભિગ્રહ કરવો. 3. કાળથી– ગોચરી લાવવા કે વાપરવા માટે પ્રહર–કલાક વગેરે રૂપમાં અભિગ્રહ કરવો. 4. ભાવથી– ઘરમાં રહેલા પદાર્થો સંબંધી કે સ્ત્રી-પુરુષોનાં વસ્ત્રનાં વર્ણ– ભાવ વગેરે સંબંધી અભિગ્રહ ધારણ કરવો. 5. પર્યાયથી- ઉપરોક્ત દ્રવ્યાદિ ચાર પ્રકારોમાંથી એક–એકનો અભિગ્રહ કરવો તે-તે ભેદોમાં સમાવિષ્ટ છે અને આ ચારમાંથી અનેક અભિગ્રહ એક સાથે કરવા તે “પર્યાય ઊણોદરી' છે. પ્રસ્તુત સૂત્રમાં આ પાંચેયમાંથી ફક્ત પ્રથમ દ્રવ્યથી આહાર-ઊણોદરીનું નીચેના પાંચ ભેદ દ્વારા વર્ણન કરવામાં આવેલ છે. (1) અલ્પાહાર:- એક કવળ, બે કવળ યાવત્ આઠ કવળ પ્રમાણ આહાર કરવાથી અલ્પાહારરૂપ ઊણોદરી થાય છે. (2) અપાઈ-ઊણોદરી - નવથી લઈને બાર કવળ અથવા પંદર કવળ પ્રમાણ આહાર કરવા પર અડધા ખોરાકથી ઓછો આહાર કરવામાં આવે છે તેને “અપાઈ ઊણોદરી' કહે છે. અર્થાત્ પહેલી અલ્પાહાર રૂપ ઊણોદરી છે અને બીજી અડધા ખોરાકથી ઓછો અહાર કરવા રૂપ ઊણોદરી છે. (3) દ્વિભાગ પ્રાપ્ત ઊણોદરી - (અર્ધ ઊણોદરી) 16 કવળ પ્રમાણ આહાર કરવા પર અર્ધ ખોરાકનો આહાર કરવામાં આવે છે. પૂર્ણ ખોરાકના ચાર ભાગ પાડવાથી તે બે ભાગ રૂપ આહાર હોય છે; માટે આને સૂત્રમા દ્વિભાગ પ્રાપ્ત “ઊણોદરી’ કહેલ છે અને બે ભાગરૂપ અદ્ધ આહારની ઊણોદરી થવાથી તેને “અર્ધ ઊણોદરી’ પણ કહી શકાય છે. (4). ત્રિભાગ પ્રાપ્ત-અંશિકા ઊણોદરી :- 24 કવળ(૨૭ થી 30 કવળ) પ્રમાણ આહાર કરવાથી ત્રિભાગ આહાર થાય છે. તેમાં એક ભાગ આહારની ઊણોદરી થાય છે. એના માટે સૂત્રમાં “આંશિક ઊણોદરી' શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તેમાં આહારના ચાર Page #303 -------------------------------------------------------------------------- ________________ jainology 303 આગમસાર ભાગમાંથી ત્રણ ભાગનો આહાર કરવામાં આવે છે. માટે આ ત્રણ ભાગ પ્રાપ્ત આહાર રૂપ ઊણોદરી છે અથવા તેને પા (o) ઊણોદરી પણ કહી શકાય છે. (5). કિંચિત્ત ઊણોદરી :- 31 કવળ પ્રમાણ આહાર કરવા પર એક કવળની જ ઊણોદરી થાય છે. જે 32 કવળ આહારની અપેક્ષાએ અલ્પ હોવાથી તેને “કિંચિત્ત ઊણોદરી’ કહેલ છે. સૂત્રના અંતિમ અંશથી આ સ્પષ્ટ કરવામાં આવેલ છે કે આ પાંચમાંથી કોઈપણ પ્રકારની ઊણોદરી કરનારા સાધુ પ્રકામભોજી (ભરપેટ ખાવાવાળા) હોતા નથી. ૩ર કવળ રૂપ પૂર્ણ આહાર કરવાવાળા પ્રમાણ પ્રાપ્ત ભોજી” કહેલ છે. તેને થોડી પણ ઊણોદરી થતી નથી. ભિક્ષુને ઇન્દ્રિય સંયમ તેમજ બ્રહ્મચર્ય સમાધિને માટે હંમેશાં ઊણોદરી તપ કરવું જરૂરી છે– અર્થાત્ તેણે ક્યારેય પેટ ભરીને આહાર કરવો ન જોઈએ. આચારાંગ સૂત્ર શ્રત.-૧, અધ્ય-૯, ઉદ્દે.-૪માં ભગવાન મહાવીર સ્વામીના આહાર-વિહારનું વર્ણન કરતાં થકા કહેવામાં આવેલ છે કે ભગવાન સ્વસ્થ અવસ્થામાં પણ સદા ઊણોદરી તપયુક્ત આહાર કરતા હતા. યથા (ઓમોરિયં ચાઈ, અપુરે વિ ભગવં રોગહિં). પ્રકરણ-૮: પ્રતિલેખનના સમયનું પરિજ્ઞાન [ઉદ્દેશક–૨ સૂત્ર-૫] બંને સમય પ્રતિલેખન - સાધુએ પોતાના બધા ઉપકરણોનું ઉભયકાળ પ્રતિલેખન કરવું જોઈએ. નાના પણ ઉપકરણની પ્રતિલેખના કરવામાં ઉપેક્ષા કરે તો તેને લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. ચૂર્ણિકારે પ્રતિલેખન નહિ કરવાથી જીવોની વિરાધના તેમજ વીંછી આદિથી આત્મવિરાધના આદિ અનેક દોષ કહ્યા છે. અંતમાં ઉપસંહાર કરતા કહ્યું છે કે– (જહા એને દોસા તખ્તા સવોવહિ દુiઝ પડિલેહિયબો.) - ભાષ્ય ગાથા-૧૪૩૬. અર્થ:- જ્યારે આટલા દોષ છે તો સાધુએ બધા ઉપકરણનું પ્રતિલેખન બંને સમય અવશ્ય કરવું જોઇએ. પ્રતિલેખન પ્રારંભનો સમય - ભાષ્યકારોએ પ્રતિલેખન કરવાનો સમય જિનકલ્પી માટે સૂર્યોદય પછીનો કહ્યો છે, પરંતુ સ્થવિર કલ્પી સૂર્યોદયના કંઈક સમય પહેલાં પણ પ્રતિલેખન કરી શકે છે, એવું કહ્યું છે. ગાથા 1425 માં કહ્યું છે કે સૂર્યોદય પહેલાં દસ પ્રકારની ઉપધિઓનું પ્રતિલેખન થઈ શકે છે. જેમ કે મુહપત્તિય, રયહરણે, કષ્પતિગ, સિસેજજ, ચોલપટ્ટે ય - સંથારુત્તરપટ્ટે ય પેખિતે જ હુગ્ગએ સૂરે | મુહપત્તિ, રજોહરણ, ત્રણ ચાદર, બે નિષદ્યા, ચોલ પટ્ટક, સંથારો તથા ઉત્તરપટ્ટ આ દસનું પ્રતિલેખન સૂર્યોદય પહેલાં થઈ શકે છે. તાતપર્ય એ છે કે અક્ષરો વંચાય કે હાથની રેખાઓ સ્પષ્ટ જોઈ શકાય તેટલું અજવાળું હોય તો જ પ્રતિલેખન કરવું જોઇએ.અન્યથા નહિં.ગાથા 1422-23 પ્રમાણે પ્રતિક્રમણ આદિના સમયે વારંવાર મુહપત્તીનું રાત્રિમાં પ્રતિલેખન કરવું તે પણ ઉચિત નથી. તેથી તે પ્રવૃત્તિ તો પ્રતિલેખનની મશ્કરી કરવા રૂપ લાગે છે અને નિરર્થક પ્રમાદરૂપ નાટક માત્ર થાય છે. ઉત્તરાધ્યયન અધ્યયન 26 ગાથા ૨૩માં મુહપત્તીના પ્રતિલેખન પછી ગુચ્છાનું પ્રતિલેખન કરવાનો સ્પષ્ટ નિર્દેશ છે. ઉત્તરાધ્યયન અ. 26 ભાષ્ય ગાથા 142 માં બતાવ્યું છે કે પાત્ર પ્રતિલેખન દિવસની પ્રથમ પોરસીનો ચોથો ભાગ બાકી રહેવા પર કરવું જોઈએ અને ચરમ પોરસીના પ્રારંભમાં જ પાત્ર પ્રતિલેખન કરીને બાંધીને રાખી દેવા જોઇએ. ત્યાર પછી શેષ ઉપકરણોનું પણ પ્રતિલેખન કરીને પછી સ્વાધ્યાય કરવો જોઇએ. પ્રકરણ-૯ઃ પાત્ર પ્રતિલેખના બે વાર પ્રમાણ ચર્ચા જિનશાસન આગમોના આધાર પર જ સુરક્ષિત ચાલી રહ્યું છે. આપણા માટે પણ આજે આગમ જ સર્વોપરી પ્રમાણભૂત છે. પોતાને વિદ્વાન સમજવા વાળા ઘણાય માણસો પોતાને માન્ય ધારણા પ્રવૃત્તિના મોહ-દુરાગ્રહમાં આગમ પ્રમાણોની ઉપેક્ષા કરીને ધારણા, પરંપરા અને પ્રવૃત્તિને એટલું વધારે મહત્ત્વ દઈ દે છે કે તેનાથી સ્વતઃ આગમોની મહાન આશાતના થઈ જાય છે. તેમજ તેઓ સિદ્ધાંતોની વિપરીત પ્રરૂપણાનું મહાપાપ વહોરીને પોતાની પરંપરા અને ખોટી પકડના મોહ દુરાગ્રહમાં સામાન્ય જેવા સરલ વિષયને પણ સમજી શકતા નથી. આ પણ જીવની પોતાના માન-કષાયને કારણે થનારી એક દશા છે. પ્રતિલેખન સાધુ સમાચારીનો એક મુખ્ય આચાર છે. જેના માટે મૌલિક આગમ અને તેની વ્યાખ્યાઓમાં સ્પષ્ટરૂપથી. સવાર-સાંજ બંને સમય પ્રતિલેખન કરવાનું આવશ્યક વિધાન છે. સાધુએ પોતાના બધા જ ભંડોપકરણનું સવાર-સાંજ બે વખત પ્રતિલેખન કરવું જરૂરી છે. તે પ્રમાણે પાત્ર પણ સાધુને આવશ્યક ઉપકરણ છે. તેની પણ બંને વખત પ્રતિલેખના કરવી જોઈએ. તેમાં કોઈ વિવાદને સાધને જે પણ ઉપકરણ પોતાની નેશ્રામાં(પાસે) રાખવા હોય તે ભંડોપકરણ જ કહેવાય અને જે પણ ભંડોપકરણ સાધુ રાખે છે તે શરીર અને સંયમના ઉપયોગને માટે જ રાખે છે. તેનું પડિલેહણ પણ બે ટાઈમ કરવું આવશ્યક સમજવું જોઇએ. કોઈપણ આગમમાં કે તેની વ્યાખ્યામાં “એકવાર પ્રતિલેખન કરવું', એવું વિધાન કરવામાં આવ્યું નથી, કેટલીય આગમ વિપરીત પ્રવૃત્તિઓ તો શિથિલાચાર તેમજ પ્રમાદથી પ્રારંભ થઈ જાય છે અને કોઈ અપવાદરૂપ પરિસ્થિતિથી પ્રારંભ થઈને પછી કાલાંતરે પરંપરા બની જાય છે. જેને ક્યારેક ગાડરીયા પ્રવાહની વૃત્તિ- વાળા દુરાગ્રહમાં નાંખીને સિદ્ધાંત બનાવી દે છે. તો પણ ન્યાયનાં સ્થાન રૂપ આપણા પ્રમાણભૂત આગમ મોજૂદ છે. ક્યારેક અવ્યવસ્થા તેમજ ઉતાવળથી છૂટી ગયેલ સાંજના પાત્ર પ્રતિલેખનાને માટે પ્રમાણ દેવામાં આવી રહ્યા છે. તટસ્થ વિદ્વાન આ પ્રમાણોથી સાચું મૂલ્યાંકન કરે. પ્રમાણોલ્લેખ: Page #304 -------------------------------------------------------------------------- ________________ આગમસાર-પૂર્વાર્ધ 304 (1) આવશ્યક સૂત્ર - શ્રમણ સૂત્રની ત્રીજી પાટી અને તેની ટીકામાં પાત્રનો ઉલ્લેખ બે વાર પ્રતિલેખનમાં છે. - રાજેન્દ્રકોપ પડિક્કમણ શબ્દ પૃ. 273. મૂળ પાઠ:- ઉભકાલે ભંડોવગરણસ્સ અપડિલેહણાએ. ટીકા :- ઉભયકાલે પ્રથમ પશ્ચિમ પોરિષી લક્ષણે, ભંડોપકરણસ્ય પાત્ર વસ્ત્રાદે અપ્રત્યુપ્રેક્ષણયા દુપ્રત્યુપ્રેક્ષણયા . તત્ર અપ્રત્યુપ્રેક્ષણયા-મૂલત એવં ચક્ષુસા અનિરક્ષણીયા ઇત્યાદિ. - આચાર્ય મલયગિરીય ટીકા. અહીંયા બધા ભંડોપકરણનું બે વાર પ્રતિલેખનનાં વિધાનમાં પાત્ર પણ છે અને અનેક વસ્ત્રાદિ પણ છે. માટે વસ્ત્ર અને પાત્રની વિધિ સમાન સમજવી. આવશ્યક સૂત્ર બંને કાળે સાધુઓએ જ આવશ્યક સહિત કરવું આવશ્યક હોય છે. તેના ચોથા અધ્યાયના ઉક્ત મૂળ પાઠમાં બે વાર પ્રતિલેખનનું સ્પષ્ટ કથન છે અને તેની વ્યાખ્યામાં આચાર્ય મલયગિરિએ મુખ્ય ઉપકરણોમાં વસ્ત્ર-પાત્ર સ્પષ્ટ કહેલ છે. માટે પાત્રનું પડિલેહણ બંને ટાઈમ કરવું તે સ્પષ્ટ છે. એટલા માટે વિવાદને જરા પણ સ્થાન નથી. (2) વ્યવહાર સૂત્ર :- ઉદ્દેશક-૮માં વધારે પાત્રો દૂર ક્ષેત્રથી લાવવાનું વિધાન છે. તેની વ્યાખ્યાઓમાં તે પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવાનું કહ્યું છે. યથા ઓમંથણમાદીર્ણ, ગહણે ઉવહિં તહિં પઉજંતિ - ગતિએ વ પગાસ મુહે, કરતિ પડિલેહ દો કાલે | ભાષ્ય ગાથા. ટીકા - અવમંથન–અધોમુખ કૃત્વા પ્રાણાદનું, ખોટનેન ભૂમી યતનયા પાતયતિ. અમું વિધિ તત્ર ગ્રહણે પ્રયુંજતિ . ગૃહિતે ચે તાનિ પાત્રાણિ પ્રકાશ મુખાનિ કરતી તથા તો કાલૌ-પ્રાતઃ અપરા ચ પ્રત્યુપ્રેક્ષતિ. અંતિમ વાક્યમાં સ્પષ્ટ કરેલ છે કે તે પાત્રોને બંને કાળે સવાર સાંજ પ્રતિલેખન કરે છે. - રાજેન્દ્ર કોષ પત્ત શબ્દ પૃષ્ટ-૪૧૩૫) આ વિધાન મર્યાદાથી વધારે પાત્રનું છે. જે કામમાં નથી આવતા, ફક્ત પડ્યા રહે છે, તેનું પણ બંને વખત પ્રતિલેખન કરવાનું સ્પષ્ટ કથન છે. એકવાર કરવાનો લેશમાત્ર પણ સંકેત નથી. (3) નિશીથ સૂત્ર:- ઉદ્દેશક–૧૪, સૂત્ર-૫ ની ભાષ્ય ગાથા અને ચૂર્ણિટીકામાં પણ સ્પષ્ટ લખ્યું છે કે વધારે ગ્રહણ કરેલા પાત્રો સાધુ રસ્તામાં લઈ જઈ રહ્યા હોય, તે સમયે કામમાં ન આવતા હોય તો પણ બે વાર પ્રતિલેખન કરવું. - ગાથા-૪૫૧૭ ચૂર્ણિ.] અહીં એમ કહ્યું છે કે જેવી રીતે પોતાનાં ઉપકરણોનું બે વાર પ્રતિલેખન કરવામાં આવે છે, તેવી જ રીતે બીજાને માટે લેવામાં આવતા અને બાંધીને રાખેલા પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવું. (નિશીથ ચૂર્ણિ પાના– 455) આટલા સ્પષ્ટ હજાર વર્ષ પ્રાચીન પ્રમાણના હોવા છતાં પોતાના કામમાં આવનારાં પાત્રોનું એકવાર પ્રતિલેખન કરવું ક્યારેય ઉચિત્ત થઈ શકતું નથી. (4) નિશીથ સૂત્ર - ઉદ્દેશક-૨, સૂત્ર-પ૯, ભાષ્ય ગાથા-૧૪૨૬ના વિવેચનમાં પાત્ર પ્રતિલેખનના કાળનું વર્ણન કરતાં થકાં બતાવેલ છે કે- ચરમ પરિસિએ પુણ ઓગાહંતીએ ચેવ પડિલેહેઉ નિમ્બિવંતિતતો સેસોવકરણ, તતો સજજાયં પર્વતિ. આગળ ગાથા ૧૪૩ના વિવેચનમાં- જહા એને દોસા, તન્હા સવોવહી કુસંગ્ઝ પડિલેહિયÖો. ભાવાર્થ:- ચોથી પોરસી ચાલુ થતાં જ પાત્રનું પ્રતિલેખન કરીને રાખવા. પછી બાકીનાં ઉપકરણોનું પ્રતિલેખન કરવું, પછી સર્જાય કરવી. આગળ ગાથા– ૧૪૩૬નાં વિવેચનમાં કહ્યું છે કે જો આટલા દોષ સંભવ રહે છે તો બધી ઉપાધિનું બંને વખત પ્રતિલેખન કરવું જોઈએ.– નિશીથ ચૂર્ણિ.] (5) ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૬, ગાથા-૩૭.– ચઉત્થીએ પોરિસીએ, સિધ્ધિવિત્તાણ ભાયણ . ટીકા - ચતથ્ય પોષ્યા નિક્ષિપ્ય–પ્રત્યુપ્રેક્ષણાપૂર્વકં બધ્ધા, ભાજનં–પાત્ર, ભાવાર્થ:- ચોથી પોરસી ચાલુ થતા જ ભાજનોનું એટલે પાત્રાઓનું પ્રતિલેખન કરીને બાંધીને રાખે. [નોંધ:- આ પાંચ પ્રમાણ લોકાશાહથી પણ સેંકડો વર્ષ પૂર્વનાં છે.) (૬)આચાર્ય આત્મારામજી મ.સા.એ પણ ઉત્તરાધ્યયન સૂત્ર અ.૨૬ ગાથા-૩૭માં ચોથા પ્રહરમાં પાત્રપ્રતિલેખન કરવાનું લખેલ છે (7) આચાર્ય ઘાસીલાલજી મ.સા. એ પણ ઉત્તરાધ્યયન સૂત્રમાં સાંજે પાત્ર પ્રતિલેખન કરવાનું લખેલ છે. (8) કવિ અમરચંદજી મ.સા. એ પણ શ્રમણ સૂત્ર(વિવેચન)માં પૃ. 95, 97, 103 પર ત્રણ જગ્યાએ પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખ્યું છે. (9) જ્ઞાનગચ્છના આદિ કર્તા પૂજ્ય જ્ઞાનચંદજી મ.સા.ની સમાચારી નં. ૩૬માં પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખેલ છે. (1) તેની નેશ્રાગત સાધ્વીપ્રમુખ શ્રી નંદકુંવરજી મ.સ.ની સમાચારી ધારણા અને રિવાજ પણ બે વાર પ્રતિલેખનાનો છે. (11) આચાર્ય હસ્તીમલજી મ.સા.ના સંતોની ધારણા બે વાર પ્રતિલેખનની છે. (12) શ્રમણ સંઘના સાદડી સંમેલનનું વિધાન-પ્રસ્તાવ 16 માં પાત્ર પ્રતિલેખન બે વાર કરવાનું લખ્યું છે. આ છાપેલા પુસ્તકમાં છે. પૂના સંમેલનમાં પણ આ જ નિર્ણય થયો છે. (13) સમર્થ સંસ્મરણ(પૃ. 289) - પૂજ્ય બહુશ્રુત સમર્થમલજી મ.સા. એ સાદડી સંમેલનના પ્રસ્તાવ નં. 16 ઉપર ટિપ્પણી લખી તેને ઘીસૂલાલજીએ સમર્થ સંસ્મરણ પા. ૨૮૯માં છપાવેલી છે. તે આ પ્રમાણે છે- પ્રસ્તાવ ૧૬માં “વસ્ત્ર પાત્રનું બે વખત પ્રતિલેખન કરવાનું બતાવેલ છે. પરંતુ અન્ય ઉપકરણો માટે કંઈ કહ્યું નથી. જ્યારે અન્ય ઉપકરણોની પ્રતિલેખના ન કરવી તે શાસ્ત્ર વિરૂદ્ધ છે. માટે વસ્ત્રપાત્રની સાથે પાટ-બાજોઠ' શબ્દ વધારે જોડવો જોઇએ તથા બે સમયની આગળ પુસ્તક પાનાનું તેમજ Úડિલભૂમિનું પડિલેહણ એક વખત કરવું; આ પણ હોવું જરૂરી હતું. આ સમીક્ષામાં બહુશ્રુત પૂ.મ. સાહેબે વસ્ત્ર–પાત્ર–પાટ–બાજોઠનું બે વખત પ્રતિલેખન કરવાની પોતાની માન્યતા સ્પષ્ટ કરી છે, માટે તેમના નામથી પાત્રાઓનું એક વખત પ્રતિલેખન કરવું ઉચિત્ત થતું નથી. સાથે જ આગમમાં ભંડોપકરણની પ્રતિલેખના બે વાર કરવાનું વિધાન છે, એકવારનો કોઈ Page #305 -------------------------------------------------------------------------- ________________ jainology 305 આગમસાર ઉલ્લેખ જ નથી. માટે સાધુએ પોતાનાં બધા ઉપકરણોનું બે વાર પ્રતિલેખન કરવું જોઈએ. એક વાર પ્રતિલેખનને શિથિલાચાર તેમજ ઉસૂત્ર પ્રરૂપણા સમજવી જોઈએ. (14) શ્વેતાંબર મૂર્તિપૂજક તેમજ શ્વેતાંબર તેરાપંથી સાધુ સમાજ પણ બે વાર પાત્ર પ્રતિલેખન કરવાના સિદ્ધાંતને માન્ય કરે છે. આવી રીતે એકવાર પ્રતિલેખન કરવાનો વાસ્તવમાં કોઈ સિદ્ધાંત નથી; પ્રમાણ પણ નથી અને સમજ પણ નથી, માટે તે વ્યક્તિગત શિથિલાચારનો આગ્રહ માત્ર છે. શંકા-સમાધાનઃ- (1) પાત્ર રાત્રિમાં કામ આવતા નથી, માટે સાંજે પ્રતિલેખન ન કરવું જોઈએ. ઉત્તર:- કોઈપણ શાસ્ત્રમાં, ટીકામાં, ભાષ્યમાં, ચૂર્ણિમાં, વિવેચનમાં કોઈપણ આચાર્યે એવું નથી લખ્યું કે સાંજે પાત્ર પડિલેહણ ન કરવું. પૂર્વાચાર્યોએ પ્રમાણ નં. 2 અને 3 માં તેનાથી વિપરીત લખેલ છે કે રાત્રે અને દિવસે ક્યારેય પણ કામ ન આવનારા પાત્રોનું પણ બે વાર પ્રતિલેખન કરવું જોઈએ અને પ્રમાણ નં. 4 નિશીથમાં બતાવેલ છે કે ચોથો પ્રહર શરૂ થાય ત્યારે પહેલાં જ પાત્રોની પ્રતિલેખના કરવી અને પછી બાકીનાં ઉપકરણોની પ્રતિલેખના કરીને સ્વાધ્યાય કરવો. આ રીતે નક્કર પ્રમાણોની સમક્ષ એવા તર્કનું કોઈ મહત્ત્વ નથી. પ્રવૃત્તિની દષ્ટિથી પણ આ તર્ક બરાબર લાગતો નથી. કોઈ સાધુ અનેક વસ્ત્રો રાત્રિમાં કામમાં લેતા નથી. બાંધીને રાખી દે છે. કંબલ પણ આઠ મહિના બાંધીને રાખી દે છે. કોઈ સ્થિરવાસવાળા સ્થવિરો કે બીમાર સાધુઓનાં રજોહરણ પંજણી વગેરે ઉપકરણો કાંઈ કામમાં આવતા નથી; “જમીન પોંછણા' રાત્રિએ કામમાં આવતા નથી. તે બધાની બે વાર પ્રતિલેખનની પ્રવૃત્તિ અને પ્રરૂપણા ચાલુ છે. મુહપતી એક જ પ્રાયઃ કામ આવે છે, બાકીની 2-3 અલગ રાખે છે. તો પણ એ બધાનું માત્ર એકવાર પ્રતિલેખન કરવામાં આવતું નથી. સાર:- સાધુએ પોતાની નિશ્રામાં બધા ભંડોપકરણોનું સવાર-સાંજ બે વાર પ્રતિલેખન કરવું જોઈએ, ન કરવા પર અથવા એક વાર કરવા પર સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત આવે છે. પરઠવાની ભૂમિને દિવસે જોઈને પરઠી શકાય છે અને રાત્રે પરવા માટે સંધ્યા સમયે પ્રતિલેખન કરવાનું વિધાન છે. શયન સ્થાન વગેરે ઉપયોગમાં આવનારા ઉપાશ્રયોના વિભાગોનું બંને સમય પ્રમાર્જન, પ્રતિલેખન કરવું જોઇએ. પુન - સાંજે ચોથા પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરવું અને પાત્રનું બે વાર પ્રતિલેખન કરવું; તેવું અનેક જગ્યાએ લેખિત પ્રમાણ છે. પરંતુ પાત્ર પ્રતિલેખન એક વાર કરવું કે સાંજે પાત્ર પ્રતિલેખન ન કરવું અથવા અવિધિથી સંક્ષેપમાં જ સાંજે પાત્ર પ્રતિલેખન કરવું, એવું ક્યાંય લખ્યું નથી અર્થાત્ તેનું કોઈ લેખિત પ્રમાણ નથી. માટે ભૂલ સુધારીને સાચો નિર્ણય કરવો જોઈએ. સાંજે પાત્ર પ્રતિલેખન ન કરવાથી અને અવિધિથી કરવાથી ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન સમજીને પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ તથા એવી પ્રરૂપણા કરવાથી આગમ વિપરીત પ્રરૂપણાનો મહાદોષ માનવો જોઈએ. પ્રતિલેખન સંબંધી જાણવાલાયક વાતોઃ (1) સૂર્યોદય થવા પર પ્રતિલેખન શરૂ કરવું (2) સૌ પ્રથમ મુહપત્તી પ્રમાર્શનિકા(ગુચ્છા)નું પ્રતિલેખન કરવું અને તે પછી બાકી બધી ઉપાધિનું પ્રતિલેખન કરવું (3) પાત્રની પ્રતિલેખના પોણી પોરસી આવ્યા પછી કરવી પરંતુ નવકારશીમાં ગોચરી જવું હોય તો સવારે જ પ્રતિલેખન કરવું (4) ચોથો પહોર શરૂ થતાં પાત્ર પ્રતિલેખન કરી બાંધી દેવા. પરંતુ સાંજે વાપરવાનું હોય તો તેવી વ્યવસ્થાથી કરવું (5) સવાર-સાંજ પોતાના ગોચરી વાપરવાના સ્થાનનું પ્રતિલેખન, પ્રમાર્જન કરવું (6) સાંજે સૂર્યાસ્તના પહેલાં પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરવું (7) પ્રતિલેખન મૌનપૂર્વક એકાગ્રચિત્તથી કરવું. શાંતિથી શાસ્ત્રોક્ત વિધિવત્ જ પ્રતિલેખન કરવું. અન્ય જાણકારી દશવૈકાલિક સૂત્ર સારાંશના પરિશિષ્ટમાં જુઓ.] પ્રકરણ–૧૦: અનુકંપામાં દોષ–ના ભમ્રનું નિવારણ [ઉદ્દેશક–૧૨ઃ સૂત્ર 1-2) કોલુણ શબ્દનો અર્થ કરુણા અથવા અનુકંપા થાય છે. જેમ કે– કોલુણં– કારુણ્ય અનુકંપા - ચૂર્ણિ, બંધાયેલા પશુ બંધનથી મુક્ત થવા માટે તડપે છે. તેને બંધનથી મુક્ત કરી દેવા અથવા સુરક્ષા માટે છૂટા પશુને નિયત સ્થાન પર બાંધી દેવા. આ પશુ પ્રત્યે કરુણા ભાવ છે. - પશુને બાંધવાથી તે બંધનથી પીડિત થાય અથવા આકુલ–વ્યાકુલ થાય તો જઘન્ય હિંસા દોષ લાગે છે. તેનું બંધન ખોલવાથી, તેને કોઈપણ નુકસાન કરે, તે બહાર નીકળી ક્યાંક ખોવાઈ જાય; જંગલમાં ચાલ્યા જાય અને ત્યાં બીજા પશુ જો તેને ખાઈ જાય અથવા મારી નાંખે તો પણ દોષ લાગે છે. પશુ આદિને બાંધવા, ખોલવા આદિ કાર્ય સંયમ સમાચારમાં વિહિત નથી. આ કાર્યતો ગૃહસ્થનું કાર્ય છે. માટે તેનું પ્રાયશ્ચિત્ત ગૃહસ્થ કાર્ય કરવાવાળા પ્રાયશ્ચિત્તના બરાબર ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે, પરંતુ અનુકંપાના ભાવની મુખ્યતા હોવાથી અહીં તેનું ગુરુ પ્રાયશ્ચિત્તને બદલે લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. અનુકંપા ભાવ રાખવો એ સમ્યકત્વનું મુખ્ય લક્ષણ છે. તો પણ ભિક્ષુ આવા અનેક ગૃહસ્થ જીવનના કાર્યોમાં લાગી ન જાય માટે એના સંયમ જીવનની અનેક મર્યાદા છે. ભિક્ષુની પાસે આહાર અથવા પાણી આવશ્યકતાથી અધિક હોય તો તેને પરઠવાની સ્થિતિમાં કોઈ ભૂખ્યા અથવા તરસ્યા વ્યક્તિને માંગવાથી અથવા ન માંગનારાને પણ દેવું કલ્પતું નથી. કેમ કે આ પ્રકારની દેવાની. પ્રવૃત્તિથી અથવા પ્રસ્તુત સૂત્ર કથિત પ્રવૃત્તિ કરવાથી ક્રમશઃ ભિક્ષુ અનેક ગૃહસ્થ કર્તવ્યમાં; સંયમ સાધનાના મુખ્ય લક્ષ્યથી દૂર થઈ જાય છે. ઉત્તરાધ્યયન અ. 9, ગા.૪૦ માં નમિરાજર્ષિ શક્રેન્દ્ર દ્વારા થયેલી દાનની પ્રેરણાના જવાબમાં કહે છે કે (તસાવિ સંજમો. સેઓ અદિતસ્સ વિ ઈકચણું) અર્થાત્ કાંઈ પણ દાન ન કરવા છતાં, મહાન દાન આપનાર ગૃહસ્થ કરતાં મુનિનો સંયમ શ્રેષ્ઠ છે. અનુકંપા ભાવ યુક્ત પ્રવૃત્તિમાં પણ સામાન્ય પરિસ્થિતીના પ્રાયશ્ચિત્તમાં તેમજ વિશેષ પરિસ્થિતિના પ્રાયશ્ચિત્તમાં અંતર હોય છે. જે પ્રાયશ્ચિત્તદાતા ગીતાર્થના નિર્ણય પર નિર્ભય હોય છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 306 જો કોઈ પશુ અથવા મનુષ્ય મૃત્યુના સંકટમાં આવી ગયા હોય અને તેને બચાવનાર કોઈ ન હોય, એવી સ્થિતિમાં ભિક્ષુ તેને બચાવી લે તો તેને છેદ અથવા તપ પ્રાયશ્ચિત્ત આવતું નથી. માત્ર ગુરુની પાસે આલોચના રૂપ નિવેદન કરવું આવશ્યક છે. એ અનુકંપાની પ્રવૃત્તિમાં બાંધવું, છોડવું આદિ ગૃહકાર્ય, આહાર- પાણી દેવું આદિ મર્યાદા ભંગના કાર્ય અથવા જીવવિરાધનાના કોઈ કાર્ય થઈ જાય તો એ દોષોનું લઘુચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. પરંતુ અનુકંપાનું કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. તો પણ સૂત્રમાં અનુકંપા શબ્દ લગાવીને કથન ક્યું છે તે મોહભાવનો અભાવ સૂચિત્ત કરીને લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાની અપેક્ષાએ છે તેમજ સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે કરુણાભાવની પ્રમુખતા હોવાથી ગૃહસ્થ પ્રવૃત્તિનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત હોવા છતાં લઘુ પ્રાયશ્ચિત્ત થઈ જાય છે. તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ સંયમ સાધનાના કાળમાં તેજો– લેશ્યાથી ભસ્મ થનારા ગૌશાલકને પોતાની શીતલેશ્યાથી બચાવ્યા અને કેવળજ્ઞાન પછી આ પ્રકારે કહ્યું છે– મેં ગૌશાલકની અનુકંપા માટે શીતલેશ્યા છોડી હતી, જેનાથી વેશ્યાયન બાલતપસ્વીની તેજોલેશ્યા પ્રતિહત થઈ ગઈ હતી.– ભગવતી સૂત્ર શતક–૧૫. આ રીતે પ્રસ્તુત સૂત્રમાં કરુણાભાવ કે અનુકંપા ભાવનું પ્રાયશ્ચિત્ત નથી. પરંતુ એની સાથે ગૃહસ્થની પ્રવૃત્તિ અથવા સંયમ મર્યાદાના ભંગની પ્રવૃત્તિનું જ પ્રાયશ્ચિત્ત છે અને કરુણાભાવ સાથે હોવાથી તે પ્રવૃત્તિનું લઘુ પ્રાયશ્ચિત્ત છે, એવું સમજવું જોઇએ. અનુકંપા પવિત્ર આત્મ પરિણામ છે : અનુકંપાનો અર્થ છે- કોઈ પ્રાણીને દુઃખી જોઈને જોનારાનું હૃદય કરુણાથી ભરાય જાય અને ભાવના જાગૃત થાય કે એનું આ દુઃખ દૂર થઈ જાય એને જ અનુકંપા કહે છે. આ અનુકંપા આત્માનું પરિણામ છે, આત્માનો ગુણ છે અને એકાંત નિર્વદ્ય છે. માટે અનુકંપાનો સાવધ કે નિર્વધ આવો વિકલ્પ કરવાની કોઈ આવશ્યકતા નથી. અનુકંપાના પરિણામોના કારણે કોઈનું દુઃખ દૂર કરવા માટે જે સાધનરૂપ પ્રવૃત્તિ કરાય છે તે પ્રવૃત્તિ સાવદ્ય અને નિર્વદ્ય બન્ને પ્રકારની થઈ શકે છે. જેમ કે ભૂખ તરસથી વ્યાકુલ પુરુષને શ્રાવક દ્વારા અચિત્ત ભોજન અથવા અચિત્ત પાણી દેવામાં આવી શકે છે. અથવા સચિત્ત ભોજન અને સચિત્ત પાણી દેવામાં આવી શકે છે. પરંતુ એનાથી આત્મ પરિણામ રૂપ જે અનુકંપા ભાવ છે, એ ભાવોને અથવા આત્મગુણોને સાવધ નિર્વધના વિકલ્પથી કહી શકાતું નથી. કારણ કે તે તો શુભ તેમજ પવિત્ર આત્મ પરિણામ જ છે. આત્માના આ પવિત્ર પરિણામોના કારણે ગૃહસ્થ પ્રવૃત્તિનું પણ પ્રસ્તુત સૂત્રમાં લઘુ પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. અનુકંપાના ભાવોના નિમિત્તથી અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરવામાં આવે તો તે પ્રવૃત્તિ માટે યથાયોગ્ય સાવધ અથવા નિર્વધનો ભેદ સમજી લેવો જોઇએ. સાર:- (1) અનુકંપાના આત્મ પરિણામ તો સદા સર્વદા શ્રેષ્ઠ તેમજ પવિત્ર જ હોય છે. (2) અનુકંપાથી કોઈના દુ:ખને દૂર કરવાની જે પ્રવૃત્તિ કરાય છે તે નિર્વદ્ય પણ હોય છે અથવા સાવધ પણ હોય છે. પ્રવૃત્તિ કરવામાં સાધુ તેમજ શ્રાવકને પોત-પોતાની અલગ-અલગ મર્યાદા હોય છે, તદ અનુસાર વિવેક રાખવો જોઇએ. પ્રકરણ-૧૧ દંત–મંજન ઉત્સર્ગ–અપવાદ અને વિવેક જ્ઞાન [ઉદ્દેશક-૩ સૂત્ર-૪૮-૫૦] દશવૈકાલિક અધ્યયન-૩, ગાથા-૩માં દંત પ્રક્ષાલનને અનાચાર કહેલ છે તથા ઔપપાતિક વગેરે અન્ય આગમોમાં અનેક સ્થાનો પર સાધુ-ચર્યામાં (અદંત ધાવણ) પણ એક મહત્ત્વની આવશ્યક ચર્યા કહી છે. વર્તમાન યુગમાં સાધુ-સાધ્વીઓની આહાર–પાણીની સામગ્રી પ્રાચીનકાળ જેવી ન રહેવાને કારણે દંતપ્રક્ષાલન(દંતમંજન) વગેરે ન કરવાથી દાંતોમાં દંતક્ષય” કે પાયરિયા વગેરે રોગો થવાની સંભાવના રહે છે. તેમ છતાં સાધુ-સાધ્વીઓને જિનાજ્ઞાના યથાર્થ પાલન કરવા માટે નીચે લખેલ સાવધાની રાખવી જોઇએ. (1) પૌષ્ટિક પદાર્થોનું સેવન ન કરવું, જો સેવન કરવામાં આવે તો ઉપવાસ વગેરે તપ અવશ્ય કરતા રહેવું જોઈએ. (2) હંમેશાં ઉણોદરી તપ અવશ્ય કરવું અર્થાત્ ભૂખથી ઓછું ખાવું.(૩) અત્યંત ગરમ કે અત્યંત ઠંડા પદાર્થો(વસ્તુઓ) ન વાપરવા. (4) ભોજન ર્યા પછી કે કંઈક ખાધા-પીધા પછી દાંતોને સાફ કરતા થકા થોડું પાણી પી લેવું જોઈએ. સાંજે ચૌવિહાર કરતા સમયે પણ દાંતોને સારી રીતે સાફ કરતાં પાણી પી લેવું જોઈએ. (5) આખો દિવસ એટલે કે વારંવાર ન ખાવું, મર્યાદિત વાર જ ખાવું. ઉપર પ્રમાણે સાવધાની રાખવાથી અદંત ધોવણ નિયમનું પાલન કરતાં છતાં પણ દાંત સ્વસ્થ રહી શકે છે, તેમજ ઇન્દ્રિય નિગ્રહ. બ્રહ્મચર્ય પાલન વગેરેમાં પણ સમાધિ ભાવ રહી શકે છે. આગમોક્ત અદંત ધોવન, અસ્નાન, બ્રહ્મચર્ય, ઉણોદરી તપ, વિગય ત્યાગ તથા અન્ય બાહ્ય-આત્યંતર તપ તેમજ બીજા બધા નિયમો પરસ્પર સંબંધિત છે. માટે આગમોક્ત બધા નિયમોનું યથાર્થ પાલન કરવાથી સ્વાથ્ય તેમજ સંયમમાં સમાધિ કાયમ રહે છે તાત્પર્ય એ છે કે અદંતધાવણ નિયમના પાલનમાં ખાવા-પીવાનો વિવેક જરૂરી છે અને ખાન-પાનના વિવેકથી જ ઇન્દ્રિય નિગ્રહ, બ્રહ્મચર્ય પાલન વગેરેમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. ઇન્દ્રિય નિગ્રહની સફળતામાં જ સંયમ આરાધનાની સફળતા રહેલી છે. આજ કારણોથી આગમોમાં અદંતધાવણને આટલું વધારે મહત્ત્વ આપેલ છે. સામાન્ય રીતે મંજન કરવું અને દાંત સાફ કરવા સંબંધી ક્રિયાઓ કરવી તે બધી સંયમ જીવનની અયોગ્ય પ્રવૃત્તિઓ છે. પરંતુ જો અસાવધાનીથી કે અન્ય કોઈ કારણોથી દાંત સડી જવા પર ચિકિત્સાને માટે મંજન કરવું કે દાંત સાફ કરવાની ક્રિયાઓ કરવી પડે તો તે અનાચાર નથી, તેમજ તેનું પ્રાયશ્ચિત્ત પણ આવતું નથી. - દાંતોના સડાની ખબર પડ્યા પછી સાધકે ઉપર્યુક્ત સાવધાનીઓ રાખીને જલદીથી ચિકિત્સા(દવા) નિમિત્તે કરવામાં આવતા દંત પ્રક્ષાલનથી મુક્ત થઈ જવું જોઇએ અર્થાત્ સદાને માટે દંતપ્રક્ષાલન પ્રવૃત્તિનો સ્વીકાર ન કરતાં ખાવા-પીવાનો વિવેક કરીને અદંતધાવણ ચર્યાને ફરીથી સ્વીકારી લેવી જોઇએ. પ્રસ્તુત સૂત્રોમાં અકારણ (બ્રમથી, રોગના ભયથી, ખોટા સંસ્કારથી કે આદતથી) મંજન કરવાનું તેમજ પ્રક્ષાલન કરવાનું અને અન્ય કોઈ પદાર્થ લગાવવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે, એવું સમજવું જોઇએ. Page #307 -------------------------------------------------------------------------- ________________ jainology 307 આગમસાર વિભૂષાના સંકલ્પથી મંજન વગેરે કરવાનું પ્રાયશ્ચિત્ત અહીં આ લઘુમાસિક પ્રાયશ્ચિત્તના સૂત્રોમાં ન સમજવું. વિભૂષા સંકલ્પને માટે તો પંદરમા ઉદ્દેશકમાં લઘુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત જુદું કહેલ છે. એવું સમજવું જોઇએ. આ દંત પ્રક્ષાલન વિષયે દશવૈકાલિક સૂત્રના પરિશિષ્ટમાં સ્વતંત્ર નિબંધ છે. પાના નં. 195. પ્રકરણ-૧૨: વિભૂષાવૃત્તિ સંબંધી જ્ઞાન-વિજ્ઞાન [ઉદ્દેશક–૧૫ સૂત્ર-૧૫૩–૧૫૪] ભિક્ષુ વસ્ત્ર–પાત્ર વગેરે ઉપકરણો સંયમ નિર્વાહ માટે રાખે છે અને ઉપયોગમાં લે છે. યથા જં પિ વત્થ ચ પાયે વા, કંબલ પાયપુચ્છણે.- તંપિ સંજમ લજજટ્ટા ધારંતિ પરિહર્રતિયા - દશર્વે. સૂત્ર અ.૬, ગાથા.૨૦ પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રુ.૨, અ.૧,પમાં પણ કહ્યું છે– એય પિ સંજમસ્સ ઉવબૃહણઠ્ઠયાએ વાયા તવ દસમસગસીય પરિરખ્ખણફયાએ યિત્વે સંજએણ || ભાવાર્થ :- સંયમ નિવાહના માટે, લજ્જા નિવારણના માટે, ગરમી, ઠંડી, હવા, ડાંસ–મચ્છર વગેરેથી શરીરના સંરક્ષણ માટે ભિક્ષુ વસ્ત્રાદિ ધારણ કરે કે ઉપયોગમાં લે. આ પ્રકારે ઉપકરણોને રાખવાનું પ્રયોજન આગમમાં સ્પષ્ટ છે. પરંતુ સાધુ જો વિભૂષાને માટે, શરીર વગેરેની શોભાને માટે, પોતાને સુંદર દેખાડવાને માટે તેમજ નિમ્પ્રયોજન ઉપકરણોને ધારણ કરે, તો તેને પ્રસ્તુત 153 માં સૂત્ર અનુસાર પ્રાયશ્ચિત્ત આવે છે. 154 માં સૂત્રમાં વિભૂષાવૃત્તિથી અર્થાત્ સુંદર દેખાવાને માટે જો સાધુ વસ્ત્રાદિ ઉપકરણોને ધોવે કે સુસજિજત રાખે તો તેનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. - આ બંન્ને સૂત્રોથી એ સ્પષ્ટ છે કે ભિક્ષુ વિભૂષા વૃત્તિ વિના, કોઈ પ્રયોજન(કારણ)થી વસ્ત્રાદિ ઉપકરણ રાખે કે તેને ધોવે તો સૂત્રોક્ત પ્રાયશ્ચિત્ત નથી આવતું અર્થાત્ સાધુ સંયમ ઉપયોગી ઉપકરણ રાખી શકે છે. તેને આવશ્યકતા અનુસાર યથાવિધિ ધોઈ પણ શકે છે. પરંતુ ધોવામાં વિભૂષાનો ભાવ ન થવો જોઈએ તેમજ અનાવશ્યક પણ ન ધોવું જોઈએ. જો સાધુને વસ્ત્રો ધોવા સંપૂર્ણ અકલ્પનીય હોત તો તેનું પ્રાયશ્ચિત્ત કથન અલગ પ્રકારથી હોત; પણ આ સૂત્રમાં વિભૂષા વૃત્તિથી ધોવાનું જ પ્રાયશ્ચિત્ત કહેલ છે. પરંતુ આ વિષયક અન્ય પ્રાયશ્ચિત્ત કોઈ પણ ઉદ્દેશકમાં કહેલ નથી. શરીર પરિકર્મ સંબંધી 54 સૂત્ર તો અનેક ઉદ્દેશકોમાં આપેલ છે પરંતુ અહીંયા વિભૂષાવૃત્તિના પ્રકરણમાં બે સૂત્ર વધારીને 56 સૂત્ર કહેલ છે. માટે આ સૂત્રપાઠથી સાધુને વસ્ત્ર ધોવા વિહિત થાય છે. વિશિષ્ટ અભિગ્રહ ધારણ કરનારાની અપેક્ષાથી જ આચા. શ્રુ. 1, અધ્યયન 8 ના ઉદ્દેશક ૪,૫,૬માં વસ્ત્ર ધોવાનો એકાંત નિષેધ છે. તેવું ત્યાંના વર્ણનથી સ્પષ્ટ થાય છે. આ ઉદ્દેશકમાં વિભૂષાના સંકલ્પથી 54 સૂત્રોથી શરીર પરિકર્મોનું અને તે સિવાય બે સૂત્રોથી ઉપકરણ રાખવા તથા ધોવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે. અન્ય આગમોમાં પણ સાધુને માટે વિભૂષાવૃત્તિનો ભિન્ન-ભિન્ન પ્રકારે નિષેધ કરવામાં આવેલ છે. (1) દશવૈકાલિક સૂત્ર અ.૩, ગાથા-૯ માં વિભૂષા કરવાને અનાચાર કહેલ છે. (2) દશવૈકાલિક સૂત્ર અ.૬, ગાથા-૬૫ થી 67 સુધીમાં કહ્યું છે કે નગ્નભાવ તેમજ મુંડભાવ સ્વીકાર કરનારા કેશ તથા નખોને સંસ્કાર ન કરનારા તથા મૈથુનથી વિરત ભિક્ષુને વિભૂષાથી શું પ્રયોજન છે? અર્થાત્ એવા સાધુ-સાધ્વીઓને વિભૂષા કરવાનું કોઈ પ્રયોજન પણ નથી, તેમ છતાં જે ભિક્ષુ વિભૂષાવૃત્તિ કરે છે તે ચીકણા કર્મોનો બંધ કરે છે અને તેનાથી તે ઘોર એવા દુસ્તર સંસાર સાગરમાં પડે છે. તે પછીની ગાથામાં ફક્ત વિભૂષાના વિચારોને પણ જ્ઞાનીઓએ વિભૂષા પ્રવૃત્તિ કરવાના સમાન જ કર્મબંધ તેમજ સંસારનું કારણ કહ્યું છે. આ વિભૂષા વૃત્તિથી અનેક સાવધ પ્રવૃત્તિઓ ઉત્પન્ન થાય છે. માટે આ પ્રવૃત્તિ છકાય રક્ષક મુનિએ આચરવા યોગ્ય નથી. (3) દશવૈકાલિક સૂત્ર અ.૮, ગાથા-પ૭ માં સંયમને માટે વિભૂષાવૃત્તિને તાલપુટ(હળાહળ) ઝેરની ઉપમા આપી છે. (4) ઉત્તરાધ્યયન સૂત્ર અ.૧૬ માં કહ્યું છે કે જે ભિક્ષુ વિભૂષાને માટે પ્રવૃત્તિ કરે તે નિગ્રંથ નથી; માટે ભિક્ષુએ વિભૂષા કરવી જોઇએ જ નહીં.ભિક્ષુ વિભૂષા અને શરીર પરિમંડન(શોભા)નો ત્યાગ કરે તથા બ્રહ્મચર્યરત ભિક્ષુ શ્રૃંગારને માટે વસ્ત્રાદિને પણ ધારણ ન કરે આ આગમ સ્થળોથી સ્પષ્ટ થાય છે કે બ્રહ્મચર્યને માટે વિભૂષાવૃત્તિ સર્વથા અહિતકારી છે, કર્મબંધનું કારણ છે તથા પ્રાયશ્ચિત્તને યોગ્ય છે. માટે ભિક્ષુ વિભૂષાના સંકલ્પોનો ત્યાગ કરે તથા શારીરિક શ્રૃંગાર કરવાનો તેમજ ઉપકરણોને સુંદર દેખાડવાનો પ્રયત્ન જ ન કરે. સાધુ ઉપકરણોને સંયમ અને શરીરની સુરક્ષાને માટે જ ધારણ કરે. તેમજ પ્રક્ષાલન કરવું હોય તો સામાન્ય રીતે અચિત્ત પાણીથી જ પ્રક્ષાલન કરવું જોઇએ. વિશેષ કારણથી કોઈ પદાર્થ(સાબુઆદિ)નો ઉપયોગ કરવો હોય તો જીવ વિરાધના ન થાય તેનો પૂર્ણ વિવેક રાખવો જોઇએ, તેમજ મન વિભૂષાવૃત્તિ વાળું ન બને, તેની પણ સતત સાવધાની રાખવી જોઇએ. (નોંધ: નખ કાપવા આવશ્યક એટલા માટે છે કે ક્યારેક અન્ય સાધની સેવાનો અવસર આવતાં, પહેલા નખ કાપવા જવાત નથી, તથા કોઈ વાર ઠેસ લાગવાથી આખો નખ તુટી અને ઉખડી શકે છે. નખનો મેલ પોતાને કે અન્યને રોગનું કારણ બની શકે છે. વિભુષા માટે નખ કાપી શકાતા નથી. વસ્ત્ર-પાત્ર ધોવા સંબંધી કાર્ય કરતાં નખનો મેલ સ્વતઃ પણ નીકળી જાય છે.) આદર્શ શ્રમણ ભાવશુદ્ધિ - (1) કોઈપણ ગામ, ઘર કે ગૃહસ્થમાં મમત્વ બુદ્ધિ કરવી નહીં અર્થાત્ તેઓને મારા છે, મારા છે, તેમ કરવું નહીં. (2) વિભૂષા વૃત્તિ કરવી નહીં એટલે કે સુંદર દેખાવા માટે શરીર કે વસ્ત્રાદિને સંવારવા નહીં. (3) કોઈપણ વ્યક્તિ, પ્રાણી કે સાધુથી ધૃણા કરવી નહીં પરંતુ ગુસ્સા ઘમંડની ધૃણા કરવી. (4) કોઈની નિંદા તિરસ્કાર કે ઈન્સલ્ટ કરવા નહીં. (5) કયારેય શોક સંતપ્ત થવું નહીં, સદાય પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેવું. (સદાય પ્રસન્નચિત્ત અને સંતુષ્ટ રહેવાથી ધર્મની મૂક પ્રસંસા અને પ્રભાવના થાય છે.) આચારશુદ્ધિ:- (1) નવ વાડ યુક્ત બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરવું (2) ભાવ અને ભાષાને પવિત્ર રાખવા (3) આહાર-પાણી, મકાન-પાટ, વસ્ત્ર–પાત્ર આદિની શુદ્ધ ગવેષણા કરવી (4) ગમનાગમન આદિ પ્રવૃત્તિઓ વિવેકપૂર્વક કરવી (5) મૃદુ ભાષી, પવિત્ર હૃદયી, સરળ શાંત સ્વભાવી બનવું (6) આગમ સ્વાધ્યાય, એકત્વ ભાવના અને તપસ્યામાં લીન રહેવું (7) આગમોને અર્થ સાથે કંઠસ્થ કરવા અને કંઠસ્થ રાખવા. Page #308 -------------------------------------------------------------------------- ________________ 308 આગમચાર-પૂર્વાર્ધ આદર્શ શ્રાવક પાંચ કામ કરો:- (1) નિત્ય સામાયિક (2) મહીનામાં છ પોષધ (3) દરરોજ ચૌદ નિયમ ધારણ (4) તીન મનોરથ ચિંતન (5) પ્રતિદિન પ્રતિક્રમણ કે પાક્ષિક પ્રતિક્રમણ. પાંચ કામ છોડો:- (1) રાત્રિ ભોજન (2) કંદ–મૂળ (3) સચિત્ત પદાર્થ (4) કર્માદાન–મહાઆરંભનાં કામ (5) મિથ્યાત્વ અનુમોદક પ્રવૃત્તિઓ એટલે પ્રવૃત્તિમિથ્યાત્વ. મુનિદર્શનની પહેલાં શ્રાવકની પ્રથમ કક્ષા પાંચ વિવેક રાખવા - (1) ફળ, પાન, એલચી આદિ સચિત્ત વસ્તુઓ સાથે ન રાખવી - મોબાઈલ તથા સેલવાળી ઘડ્યિાલ અગ્નિકાય થી સંકળાયેલી હોવાથી સચિત્ત જ છે. પ્રમાણ :- પુદગલ સ્વયં તથા પ્રયોગથી ચલીત થાય છે. પ્રયોગ ફક્ત જીવને જ હોય છે. ચાવી વાળી ઘડિયાલ માં જીવનો પૂર્વ પ્રયોગ છે. સેલવાળા ઉપકરણો અગ્નિકાય તથા વાયુકાય જીવોના કાયબલ (વેદના સમુદઘાત) થી ચાલે છે. (2) જોડા, ચંપ્પલ નીકાળવા, હથિયાર-શસ્ત્ર દૂર રાખવા (3) ઉઘાડે મુખે રહેવું નહીં, ઉત્તરાસન કે મુહપત્તિ રાખવી (4) બંને હાથ જોડીને મુનિ સીમામાં પ્રવેશ કરવો (5) રાગ-દ્વેષની મનોવૃત્તિઓનું નિવારણ કરી ચિત્તને નિર્મળ અને એકાગ્ર કરવું. જિનકલ્પી અને છાસ્થ તીર્થકર જેવા વિશિષ્ટ સાધકોનું વિચરણ માત્ર નિર્જરાર્થે હોય છે. તેઓ અનાર્ય ક્ષેત્રમાં પણ જઈ શકે છે. સ્થવિર કલ્પી શ્રમણોનું વિચરણ ધર્મ પ્રભાવનાર્થે તથા સંયમરક્ષક હોય છે. તેઓ આર્ય ક્ષેત્ર અને સહજ માર્ગવાળા ક્ષેત્રમાં જ વિચરણ કરે, એવી તેઓ માટે હિતાવહ પ્રભુ આજ્ઞા છે. શરીર-મન-વચન-આત્મા સંબંધ આત્મા અરૂપી છે. બાકીનાં રૂપી છે. મનોવર્ગણા અને ભાષાવર્ગણાનાં પુદગલો હોય છે. જેને બોલતી વખતે ગ્રહણ કરાય છે. આ ચારનાં એક સંયોગીથી ચાર સંયોગી અનેક ભાંગા થાય છે. તેમાનાં શક્ય ભાંગાઓ આ પ્રમાણે છે. એક સંયોગી શક્ય ભાંગામાં ફક્ત આત્માનાં ભાવજ આવી શકે છે. જે અધ્યવસાય તરીકે પણ ઓળખાય છે. અરૂપી હોવાથી તેનું સ્વતંત્ર અસ્તિત્વ હોઈ શકે છે. અન્ય કોઈ રૂપી તત્વ એકલું ક્રિયાશીલ થતું નથી. નિષપ્રાણ શરીર એકલું પડ્યું હોય, નિવાં ભૂતકાળમાં છોડેલા શરીરથી ક્રિયા લાગતી હોય, તો તેમાં પણ આત્માનો પૂર્વ પ્રયોગ તો છેજ. તે વિના તે શરીર તેનું નથી. દ્વિસંયોગી ભાંગામાં આત્માનાં ભાવ અને મનોવર્ગણાથી વિચાર, આ શક્ય માંગો છે. જો આત્માનાં તથાસ્વરૂપ ભાવ ન હોય તો તેવો માની પ્રમાદ દશા ભળેલી છે. તેથી તેને પણ દ્વિસંયોગી ભાંગો જાણવો. પૂર્વના છોડેલા શરીરમાં પણ આત્માનો પૂર્વપ્રયોગ હોવાથી ક્રિકસંયોગી ભાંગો થયો. ત્રિસંયોગીમાં આત્મા-મન-વચન આ એક શક્ય ભાંગો તથા આત્મા–મન–શરીર આ બીજો ભાંગો થાય છે. આત્માનાં ભાવ વગર વિચાર નથી અને વિચાર વગર વચન નથી. તથા શરીર પણ વિચાર પછીજ ગતિ કરે છે. આથી વાચિક અને કાયીક દરેક ક્રિયામાં આત્મપરિણતી તથા મનોવર્ગણા જોડાયેલી હોયજ છે. સૂકમ દ્રષ્ટિથી જોતાં ઉપરના માંનો એક ભાગોજ ચતુસંયોગી છે. વચન વ્યવહાર શરીરબલ વગર થતું નથી. તેથી તેજ એક ચારસંયોગી ભાંગો છે. આત્મા–મન–શરીર–વચન, તેથી ત્રણસંયોગી પણ એકજ ભાંગો થયો. હવે આને વ્યવહારમાં જોઇએ–શું પ્રતિક્રમણ બોલાવનાર ઓઘસંજ્ઞાથી પ્રતિક્રમણ બોલાવી શકે છે? આ શક્ય નથી. કદાચ પ્રમાદ અવસ્થાથી વધારે-ઓછા દોષ તેમાં લગાડી શકે. પણ વચન વ્યવહાર કરતાં તેને આત્માનાં ભાવો-વિચાર શરીરબલ અને વચનબલ તેમાં લગાડ્યા વગર તે શક્ય નથી બનતું. હકીકતે તો એક કલાક જેટલો સમય તેમાં વિતાવનાર, 18 પાપનાં પડછાયાથી પણ ઘણો દૂર નીકળી જાય છે. ઓઘ સંજ્ઞા શબ્દનો અર્થ તો ત્યારે શર થાય છે. જ્યારે તે પ્રતિક્રમણથી પરવારી પાછો 18 પાપમાં રત થાય છે. અથવા રોજે રોજ તે બોલાવતો હોવા છતાં, પછીનાં સમયમાં તે પાપની ક્રિયાઓથી પાછા વળવાનો પુરુષાર્થ નથી કરતો. પણ તેનો એ એક કલાક તો ઓઘ સંજ્ઞાનો નથી જ. પા પા પગલી શિવપૂર આપણાથી અસંખ્ય યોજન દૂર છે. દ્રવ્યથી પણ અને ભાવથી પણ. આપણી પાસે સમય અપરિમિત નથી. ત્રસ પર્યાય બે હજાર સાગરોપમની અને સંક્ષિપણું એક હજાર સાગરોપમનું ઉતકૃષ્ટ હોય છે. તેમાંથી કેટલું વીતી ગયું છે એ આપણને ખબર નથી. જો તેટલા કાળમાં મોક્ષ ન થયું તો સૈશિપણું ગયું જ. પછી અસંક્ષિપણામાં પુરુષાર્થ નથી પણ કર્મસતા અને નિયતીનું જ પ્રભુત્વ છે. સંક્ષિપણુ પણ અપ્રસસ્ત મન સાથેનું ગાઢા કર્મબંધનું કારણ બને છે. નર્ક અને તિર્યંચ ગતિમાં લઈ જાય છે. એક ધારણા પ્રમાણે ત મન પયાયનો કાળ પણ અલ્પજ હોય છે, બહુધા તો સંક્ષિપણામાં પણ જીવ કર્મબંધ જ વધારે કરે છે. આવી જટીલ કર્મની ગતિઓમાંથી મહાભાગ્યે પ્રસસ્ત મન અને જૈન ધર્મ પ્રાપ્ત થયો છે. આયુષ્ય જાકળ બીંદુ સમાન અલ્પ છે. જીવે પૂર્વભવમાં ત્રસ અને સ્થાવર જીવો(પૃથ્વી,પાણી,અગ્નિ,વનસ્પતિ,વાયુ) પર અનુકંપાન કરવાથી પંચમકાળમાં અલ્પ આયુષ્ય વાળો જન્મ પ્રાપ્ત ર્યો છે. હજી પણ તેજ સંસ્કારો થી જીવન વિતાવતાં પરિણામ શું આવશે તેનો વિચાર અવશ્યથી કરવો. Page #309 -------------------------------------------------------------------------- ________________ jainology 309 આગમસાર વંદન સત્વ શબ્દ દૂધ માટે વાપરતાં તેનો અર્થ, દૂધમાં રહેલા ઘી નું પ્રમાણ થાય છે. આત્મા માટે વાપરતાં, આત્માનો અનુકંપા ભાવ કે તે માટેનો પુરુષાર્થ થાય છે. તેવીજ રીતે ચૈત્ય શબ્દ પણ એક ગુણ વાચક શબ્દ છે. સામાન્યથી તેનો અર્થ સ્થિરતાના ગુણ માટેનો છે. જે ચલાયમાન નથી, તેવું દ્રવ્ય કે તેવા સ્થિર જેના ભાવ છે તેવી વ્યકિત. બીજી રીતે –ચેઇય- એટલે સ્મારક, સ્મૃતિ કરાવનાર કે પ્રતિકવિ 25. (પ્રાકૃત ભાષામાં અડધો અક્ષર નથી હોતો. દોઢ હોઇ શકે. વસ્થ હોય પણ વસ્તુ ન હોય.) (ચેય)-ચૈત્ય વંદન શબ્દો શાસ્ત્રોમાં અનેક જગ્યાએ આવે છે. અહીં બે શબ્દો રહેલા છે. એક ચૈત્ય અને બીજો શબ્દ છે વંદન. ચિત્ય શબ્દનાં અનેક અર્થો પ્રસંગ અને પૂર્વાપર સંબંધથી લેવાય છે. અને થાય પણ છે. બીજો શબ્દ જે વંદન છે, તેનો અર્થ સરળ છે. તેના દ્રવ્ય અને ભાવ એવા બે ભેદ થાય છે. જેમાં ભાવ વંદન પ્રસસ્ત અને પ્રધાન છે. વળી જગન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ વંદનના કહેવામાં આવ્યા છે. મથુણં વંદામિ અને નમસ્કારમંત્ર(જગન્ય), તિખુતોનાં ગિસ્સ થી(મધ્યમ), પ્રતિક્રમણ વખતે ઈચ્છામિ ખમાસણોના પાઠથી અને નમોથણં(ઉતકૃષ્ટ). આમાંના દરેકનાં પ્રથમ ત્રણ પ્રત્યક્ષ અને પછીનાં ત્રણ પરોક્ષ વંદન છે. આ સિવાય શાસ્ત્રોક્ત અન્ય કોઈ વિધિ નથી. બીજું શાસ્ત્રોમાં જે પણ વિધિ વિધાન કે ક્રિયાઓ માટે આદેશ અપાયો છે તે ફક્ત સંયતોનેજ અપાયો છે. અસંયતને કોઈ આદેશ અપાતો નથી કારણકે ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ ના અનુભવના અભાવ વાળાને આદેશ કરવાથી અજીતના સંભવે છે. અસંયત ઉપદેશના અધિકારી છે. અને જિનેશ્ચરોના ઉપદેશમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ક્યારેય પણ હિંસા સંભવ નથી. વળી શાસ્ત્રમાં તિર્થંકર અને ગણધરો તો વિનિત એવા ગૌતમ કે જંબુનેજ ઉદેશીને બધું કહે છે. તેથી ગ્રહસ્થો દ્રારા કરાતી આરંભ સહિતની પ્રવૃતિઓનાં પ્રણેતા ગ્રહસ્થોનેજ માનવા ઉચિત્ત થાય છે. કોઈ પણ વસ્તુની પ્રાચિનતા કે તેની ઉપયોગીતા એ તેની શ્રેષ્ઠતાનું પ્રમાણ નથી. લોકનાં કોઈ ભાવ નવા નથી, આજથી પૂર્વે અનંત કાળ પહેલા પણ લોકનાં સર્વ ભાવ વિધમાન હતાજ અને રહેશે, સૂર્ય ચંદ્ર કે રાત્રિ દિવસની પ્રાચિનતાનું પ્રમાણ કોઈને આપવાની જરૂર નથી. રાત્રીની ઉપયોગીતા પણ નિરવિવાદ છે. તેમ છતાં રાત્રિનાં પુદગલોને અશુભ માનવામાં આવ્યા છે, તેની દિવસ સાથે બરોબરી કરી શકાતી નથી. પુરુષ અને સ્ત્રી આદી અનાદીનાં છે. સ્ત્રી વગર સંસાર ચાલતો પણ નથી. તેની વિરુદ્ધ કહેવાય છે. તેટલા તેના ગણ પણ ગાઈ શકાય છે. તોય સ્ત્રીના જન્મને કર્મના ઉદય તરીકેજ માનવું પડે છે. મિથ્યાત્વની હાજરીમાં સ્ત્રીવેદનો બંધ પડે છે. હવે જુઓ વ્યવહાર સૂત્રનું મુનિ દીપરત્નસાગર દ્રારા ગુજરાતીમાં કરાયેલો અનુવાદ, તેમણે 45 આગમનો ગુજરાતીમાં શબ્દ શબ્દનો અનુવાદ જેમ છે તેમ ર્યો છે. આ આલોચના માટેનું વિધાન છે. વ્યવહાર સૂત્ર: [૩૩-૩૫]જે સાધુ અન્ય કોઈ અન્ય સ્થાન ન કરવા યોગ્ય સ્થાન) સેવીને આલોચના કરવા ઈચ્છે તો જ્યાં પોતાના આચાર્ય. ઉપાધ્યાય હોય ત્યાં જઈને તેમની પાસે વિશુદ્ધિ કરવી. કલ્પે. ફરીને તેમ કરવા માટે તત્પર થવું અને યથાયોગ્ય તપરૂપ કર્મ વડે પ્રાયશ્ચિત્ ગ્રહણ કરવું. જો પોતાના આચાર્ય ઉપાધ્યાય નજીકમાં ન મળે તો જે ગુણગ્રાહી ગંભીર સાધર્મિક સાધુ બહુશ્રુત, પ્રાયશ્ચિત્ દાતા આગમ શાતા એવા સાંભોગિક એક માંડલીવાળા સાધુ હોય તેમની પાસે તે દોષ સેવી સાધુએ આલોઅનાદિ કરીને શુદ્ધ થવું, હવે જો એક માંડલીવાળા એવા સાધર્મિક સાધુ ન મળે તો. તેવા જ અન્ય ગચ્છના સાંભોગિક, તે પણ ન મળે તો તેવા જ વેશધારી સાધુ તે પણ ન મળતો તેવા જ શ્રાવક કે જેણે પૂર્વે સાધુપણું પાડેલ છે અને બહુશ્રુત- આગમ જ્ઞાતા છે પણ હાલ શ્રાવક થયેલા છે, તે પણ ન મળે તો સમભાવી ગૃહસ્થજ્ઞાતા અને તે પણ ન મળે તો બહાર નગર, નિગમ રાજધાની. ખેડા. કસબો, મંડપ, પાટણ, દ્રોણમુખ, આશ્રમ કે સંનિવેશને વિશે પૂર્વ કે ઉત્તર દિશા સામે મુખ કરી બે હાથ જોડી મસ્તક નમાવી, મસ્તકે અંજલિ કરી તે દોષ સેવી સાધુ એ પ્રમાણે બોલે કે જે પ્રમાણે મારો અપરાધ છે “હું અપરાધી છું” એમ ત્રણ વખત બોલે પછી. અરિહંત તથા સિદ્ધની સાક્ષીએ. આલોચના કરે, પ્રતિક્રમણ, વિશુદ્ધિ કરે ફરી એ પાપ ન કરવા સાવધાન થાય તેમજ પોતાના દોષ અનુસાર યથાયોગ્ય તપકર્મરૂપ પ્રાયશ્ચિતને ગ્રહણ કરે. (સંક્ષેપમાં કહીએ તો પોતાના આચાર્ય. ઉપાધ્યાય તે ન મળે તો બહુશ્રુત બહુઆગમજ્ઞાતા એવા સાંભોગિક સાધુ પછી અન્ય માંડલીવાળા સાંભોગિક પછી વેશધારી સાધુ પછી દીક્ષા છોડેલ અને હાલ-શ્રાવક હેય તે પછી સમદષ્ટિ ગૃહસ્થ પછી આપમેળે એ રીતે. પણ આલોચના કરી શુદ્ધ થાય.) તે પ્રમાણ હું તમને કહું છું. પહેલા ઉદેસાની મુનિદીપરત્ન સાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ અહિ એક સાધુનો સંપૂર્ણ વ્યવહાર જગત ક્રમથી દર્શાવેલો છે. તેમાંથી કોઈ ન મળે તો ફક્ત વેશધારી સાધુ કે શ્રાવક અને તે પણ ન મળે તો ગૃહસ્થ કે જે કદાચ શ્રાવક પણ ન હોય, પણ ફક્ત સમદષ્ટિ હોય. અંતે પૂર્વ તથા ઉતર દિશા સામે મુખ રાખી તેને પોતાનો અપરાધ આલોચવાની શીખ અહિં અપાઈ છે. તેના વ્યવહારમાં ચૈત્યો એટલે તેનાથી મોટા સાધુઓજ છે. અન્ય કોઈ નહિં. હવે જુઓ આ બીજુ અવતરણ: આ સાધુની દિનચર્યા માટેનું સૂત્ર છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 310 આ પ્રમાણે કાલવેલા આવી પહોંચે ત્યારે ગુરુની ઉપાધિ અને સ્વૈવિલ, વંદન, પ્રતિક્રમણ, સઝાય, મંડળીઆદિ વસતિની પ્રત્યુક્ષિણા કરીને સમાધિ પૂર્વક ચિત્તના. વિક્ષેપ વગર સંયમિત બનીને પોતાની ઉપાધિ અને સવૅડિલની પ્રત્યુપ્રેક્ષણા કરીને ગોચર ચરિત અને કાલને પ્રતિક્રમીને ગોચર ચરિયા ઘોષણા કરીને ત્યાર પછી દૈવસિક અતિચારોની વિશુદ્ધિ નિમિત્ત કાઉસગ્ગ કરવો. આ દરેકમાં અનુક્રમે ઉપસ્થાપન. પુરિમુઠ્ઠ એકાસન અને ઉપસ્થાપના પ્રાયશ્ચિત જાણવા. આ પ્રમાણે કાઉસગ્ન કરીને મુહપતિની પ્રતિલેખના કરીને વિધિપૂર્વક ગુરુ મહારાજને કૃતિ.કર્મ વંદન કરીને સુયદથી માંડીને કોઈ પણ સ્થાનમાં જેવાં કે બેસતાં જતાં ચાલતા ભમતા ઉતાવળ કરતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, લીલોતરી, તૃણ, બીજ, પુષ્પ કુલ, કુંપળ, અંકુર, પ્રવાલ, પત્ર, બે, ત્રણ, ચાર, પાંચ ઈન્દ્રિયોવાળા જીવોના સંઘટ્ટ, પરિતાપન, કિલામણા, ઉપદ્રવ વગેરે ક્યાં હોય તથા ત્રણ ગુપ્તિ, ચારકષાયો, પાંચમહાવ્રતો, છ જીવનીકાયો, સાત પ્રકારના પાણી અને આહારદિકની એષણાઓ, આઠ પ્રવચન માતાઓ, નવ બ્રહ્મચર્યની ગુપ્તિઓ, દશ પ્રકારનો શ્રમણધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ની જે ખંડના વિરાધના થઈ હોય તેની નિન્દા, ગહ આલોચના, પ્રાયશ્ચિત કરીને એકાગ્ર માનસથી સુત્ર, અર્થ અને તદુભયને અતિશય ભાવતો તેના અર્થની વિચારણા કરતો, પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપન, એમ કરતાં કરતાં સૂર્યનો અસ્ત થયો. ચૈત્યોને વંદન કર્યા સિવાય પ્રતિક્રમણ કરે તો ચોથભક્ત, અહીં અવસર જાણી લેવો. નોંધ: જુઓ એમ કરતાં કરતાં સૂર્યનો અસ્ત થયો. હવે સૂર્યાસ્ત પછી ગમના ગમન કરવાનું નથી. તેમ કરતાં વિરાધના શંભવે છે. ચૈત્યો તે સાધુની પાસેજ ઉપાશ્રયમાં રહેલા છે. તેમને વંદન કરીને પ્રતિકમણ કરવાનું આ વિધાન છે. તથા અન્ય ચેત્યો માટે દિશા શોધવી હોય તો ઇશાન (પૂર્વ તથા ઉતરની વચ્ચેની) દિશામાં સિમંધર સ્વામી અરિહંત પોતેજ બીરાજમાન છે. ઉદયભાવ અને ક્ષયોપશમભાવ. જેવી રીતે વિકારી ચિત્રો જોઈને મનમાં વિકારભાવ ઉત્પન થાય છે, તેમ પ્રભુની આકૃતિ જોઇને આત્મભાવો ઉત્પન થાય છે. આવી એક વહિયાત દલીલ દ્રવ્ય આલંબનની તરફેણમાં કરવામાં આવે છે. આવી દલીલનું કારણ સૂત્રજ્ઞાનનો અભાવ છે. ધર્મધ્યાનનાં આલંબન વાયણા, પછણા, પરિપટણા(ફેરવવ), અનપેહા(ચિંતન) અને ધર્મકથા છે. આત્મભાવો સૂત્રજ્ઞાનથી અરિહંતને ઓળખતાં થાય છે. જેને અરિહંતના ગુણોનું જ્ઞાન નથી તેને એ દ્રવ્ય આલંબનથી ભાવો ઉત્પન નથી થતાં. આમ ચશ્માના આલંબનથી વાંચી જરૂર શકાય પણ જેને વાંચતા આવડતું હોય તેનેજ ચમાનું આલંબન કામ આવે. અને આવું આલંબન જીવ ન છુટકે લાચારીથી લે. જો તેમાથી છુટી શકે તો હર્ષ અનુભવે. જેમ બાળક ચાલણ ગાડી ચલાવે, પણ આજીવન ન ચલાવે. તેમાથી પ્રયત્ન કરે. જો ફકત દ્રવ્ય આલંબન ભાવોનું કારણ બની શકત, તો અજેન પુજારીઓ વષો સુધી સેવાપૂજા કર્યા પછી પણ જૈન કેમ નથી બનતા? બીજે વધારે પગાર મળતા તેઓ પ્રભુનું સાનીધ્ય છોડીને જતાં રહે છે. તથા મૂર્તીકારો પણ વર્ષો સુધી અજેનો જ રહે છે. ધર્મધ્યાન ક્ષયોપશમ ભાવ છે. તે આત્માનાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. ક્ષયોપશમ આત્માનાં પુરુષાર્થથી થાય છે. તે માટે સૂત્રજ્ઞાનનું આલંબન આગમ સંમત છે. વિકારીભાવો એ ઉદયભાવ છે. જીવ ઉદયનિષ્પન અને અજીવ ઉદય નિષ્પન એવા બે પ્રકાર તેના અનુયોગદ્વાર સૂત્રમાં બતાવવામાં આવ્યા છે (અથવા જુઓ છ ભાવનો થોકડો). ઉદયભાવ, ઉપશમભાવ, ક્ષયોપશમભાવ, ક્ષાયિકભાવ, પારિણામિક ભાવ અને સનીવાયિક(મિક્ષ)ભાવ આ છ ભાવ છે. આમાંનો ફકત ઉદયભાવ પુદગલ પરિણામથી થઈ શકે છે. ઉદયભાવ એ સંસારનો પ્રવાહ છે. તેમાં તણાવા માટે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. એ લપસાણી છે. સામા પ્રવાહમાં તરવા કે ઉપર ચડવા ઉદયભાવ કામ નથી આવતો. ત્યાં ફકત અને ફકત પુરુષાર્થ જ જોઇએ. જેટલા અંશે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો ક્ષયોપશમ આત્મા પોતાના પુરુષાર્થથી કરી શકે તેટલો તે ધર્મભાવમાં જઈ શકે. મોહનીય કર્મનો ફકત ઉપશમ થાય છે. ઉદય આઠેઆઠ કર્મનો હોય છે. ક્ષયોપશમ ચાર ઘાતિકર્મોનો થઇ શકે. ઉર્દુ એ પ્રભુની આકૃતિ સિવાયની સજાવટ, મનોરમ દ્રશ્યો, શુભ રંગ ગંધ શબ્દ, વાજીંત્રોના અવાજો, ધનનો ઉપયોગ અને પ્રદર્શન જે પણ આત્મભાવ માટે પુરુષાર્થ થઈ રહયો હોય તેમાં વિક્ષેપ કરે છે. અને જીવને પાછો ઉદયભાવમાં લઈ જાય છે. છ ભાવમાંના ત્રણ - ઉદય, ઉપશમ અને ક્ષયોપશમ થી સંસારી જીવો કાર્ય કરે છે. ત્રસ અને સ્થાવરકાયની જતના કરતાં શુભ દિર્ઘ આયુષ્યનો બંધ થાય છે. ધર્મ સંબંધમાં તટસ્થ કોઈ નથી હોતું. ધર્મ એ કર્તવ્ય છે, જે કરવાનું જ હોય છે. મુક તમાશો જોનાર કે તેમાં ભાગ ન લેનાર પણ અધર્મનાં પક્ષમાંજ છે. ભગવદ ગીતાના આ શબ્દો પિંડનિર્યકતિ ગાથા 121 માં રાજપત્રનું દ્રષ્ટાંત દ્રષ્ટાંત રાજપુત્રનું - રાજપુત્રે કેટલાંક સુભટો સાથે મળી રાજાની હત્યાનું કાવતરું ઘડ્યું. તેમાં કોઈઓએ સંમતિ આપી, કોઈ મુક રહ્યા, પરંતુ તેમાંથી જેઓએ રાજાને આ કાવતરાની જાણ કરી, તેઓજ નિર્દોષ ઠર્યા. બાકીનાને રાજાએ પ્રતિપક્ષમાં જાણી કેદ ક્ય. આ જ ન્યાયથી હિંસા અને અધર્મનો નિષેધ ન કરનાર પણ અનુમોદક જ ઠરે છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ jainology 311 આગમસાર કર્તવ્ય શબ્દ એ કાર્ય માટે છે, જે કરવાનું જ છે. ત્યારે કોઈ એમ કહે કે હું તટસ્થ છું, તો એ તેની ભૂલ છે. (ગરીબ ભીખારીને કીમતી સાડી આપવાથી તેને તે પહેરતો નથી, તેવીજ રીતે ભીખારણને પુરુષના કિંમતી વસ્ત્ર આપવામાં આવે તો તે પણ પહેરવાની ના પાડશે. તેમને પોતાના પુરુષધર્મ-સ્ત્રીધર્મની ખબર છે, આ માટે તેને વિચાર કરવો પડતો નથી. ધર્મ એટલે ગુણધર્મ, સ્વભાવ. આ ગુણધર્મ કે સ્વભાવ છે, તે વસ્તુનો ધર્મ. તટસ્થતા કોઈ ધર્મ નથી પણ પોતાની સાથે કરેલી છેતરપીંડી છે.) સામર્થય હોવા છતાં કોઈ અસહાયને જોઈ ત્યાંથી ચુપચાપ ખસી જનાર દોષીજ છે. સાધુ પણ કોઈ તરસ્યાને અનુકંપા ભાવથી પોતાની પાસેનું પાણી જો આપે, અને તેના માટે કોઈ પ્રાયશ્ચીત ગ્રહણ કરવાનું થાય, તો તે અનુકંપા ભાવ માટે નથી. અને ફરીથી આવું નહિ કરવાનો સંકલ્પ કે આત્માની નિંદા(મિ) ગરિહા(મિ) પણ તેના માટે નથી. આવા પ્રાયશ્ચછીતથી તેને કોઈ પસ્તાવો કે શરમનો અનુભવ થવાનો નથી. તિર્થંકરો દેશના આપે છે, ગુરુ આદેશ આપે છે, પણ નિર્ણય કરનાર આત્મા એ સમયે જો પોતાના અનુકંપાનાં ગુણમાં હોય તો સર્વોપરી છે. કોઈ પણ હિંસા, ચાહે તે ધર્મના નિમિતે કેમ ન હોય, તેની અનુમોદના કરી શકાતી નથી. આચારાંગ સૂત્રનાં પ્રથમ શસ્ત્ર પરિજ્ઞા અધ્યયનમાં કહયું છે કે, કેટલાક લોકો ધર્મના માટે, આત્માને માટે, જન્મમરણથી મુકાવાને માટે ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પણ તેમનું આ કાર્ય તેમને કર્મબંધન અને ભવભ્રમણ માટેનું થાય છે. અને વિશેષથી બોધિ દુર્લભતાને પામે છે. સતત ઉપયોગ રહિત દશામાં રહેનારનું જીવઅજીવનું જ્ઞાન પણ નાશ પામે છે. આપણે સૌ પંચમ કાળમાં આવ્યા એનું એક કારણ અલ્પ આયુષ્યનું આપણું કર્મ છે, જે પૂર્વભવમાં ત્રણ સ્થાવર જીવો પર અનુકંપા ન કરવાથી આપણે બાંધ્યું છે. ધર્મ સનમુખ તો થયા છીએ પણ આયુષ્ય કોઈને મોટું નથી મળ્યું. તેથી સ્થાવરકાયની હિંસાને જાણો, શ્રધ્ધો, પ્રરુપો અને તેવુંજ આચરણ પણ કરો. વ્યવહારમાં સ્થાવરકાયની થઈ રહેલી હિંસા અને અજતનામાં ક્યાં કટોતી થઈ શકે છે, એનું ચિત્તન સતત કરતાં રહેવું એજ આનો ભાવઅર્થ છે. શુદ્ધ આચરણથી શુધ્ધ મૂક પ્રવચન થાય છે. અશુધ્ધ આચરણથી અશુધ્ધ મૂક પ્રવચન થાય છે. અશુધ્ધ મૂક પ્રવચનથી જીનમાર્ગથી વિપરીત મૂક પ્રવચન કરવાનાં કારણે વિપરીત પ્રરૂપણાનો મિથ્યાત્વ(મિથ્યા આચરણ) લાગે છે. અશુધ્ધ આચરણ વાળા સાધુનું ચારિત્ર ગ્રહસ્થ કરતાં ઉતમ હોવા છતાં, તેને વિપરીત મૂક પ્રવચનનો અતિચાર લાગવાને કારણે ગૂઢ અને વિચિત્ર ચારિત્રમોહનીય કર્મનો બંધ થાય છે. કર્મ કોઈને ઓળખતા નથી શું સંયત કે શું અસંયત, કર્મ જગતમાં કોઈને માટે ભેદભાવ નથી. સ્વયં ભગવાનને પણ કર્મસતાએ ભેદભાવ વગર ગ્રહણ કરી રાખેલા. જો અસંયત કર્મથી બચી જતો હોય તો સાધુપણું શ્રેષ્ઠ કઈ રીતે માનવું. શાસ્ત્રમાં દરેક આદેશ ફક્ત સંયતોનેજ અપાય છે, કારણ કે અસંયતને આદેશ આપતાં જીવ વિરાધના શંભવે છે(અસંયતને ઇર્યાસમિતી, ભાષાસમિતીનો અનુભવ અને અભ્યાસ ન હોવાથી). તે સિવાય અન્ય કોઈ કારણ નથી. મોક્ષના ઈચ્છુક દરેક સાધુપણાના પણ ઇચ્છુક હોવા જોઇએ. કારણ તે વિના મોક્ષ નથી. ભારતનું ચક્રીપણું પણ પૂર્વનાં ભવની દીક્ષાના કારણે હતું. તો સાધુપણાનાં ઇચ્છુક સાધુ અનુસાર જ હોય. જે કર્મબંધનાં કારણ શાસ્ત્રમાં સાધુને માટે કહ્યા છે તે સંસારીને માટે પણ અવશ્યથી જાણવા. કેટલાંક અવતરણો: f172-1036] હે ગૌતમ ! જ્યાં સૂક્ષ્મ પૃથ્વીકાયના એક જીવને કિલામણા થાય છે તો તેનો સર્વ કેવલીએ અલ્પારંભ કહે છે. જ્યાં નાના પૃથ્વીકાયના એક જીવનો પ્રાણય વિયોગ થાય તેને સર્વ કેવલીઓ મહારંભ કહે છે. એક પૃથ્વીકાયના જીવને થોડો મસળવામાં આવેતો તેનાથી અશાતાવેદનીય કર્મબંધ થાય. કે જે પાપશલ્ય ઘણી મુશ્કેલીથી છોડી શકાય. તે જ પ્રમાણે અકાય, તેઉકાય. વાયુકાય. વનસ્પતિકાય, ત્રસકાય તથા મૈથુન સેવનનાં ચીકણાં પાપકર્મ ઉપાર્જન કરે છે. માટે મૈથુનસંકલ્પ, પૃથ્વીકાયાદિ જીવ વિરાધના દુરંત ફલ આપતા હોઈ જાજજીવ ત્રવિધ ત્રિવિધ તજવા. પૂજા માટે કે શોભા માટે ફૂલો વાપરવાનો સાધુને નિષેધ: જે વળી લીલી વનસ્પતિ કે બીજ, પુષ્પો ફૂલો પૂજા માટે મહિમા માટે કે શોભા માટે સંઘટ્ટો કરે કે સંઘટ્ટો કરાવે કે સંઘટ્ટો કરનારને અનુમોદ, છેદે, છેદાવે, કે છેદનારને અનુમોદે તો આ સર્વ સ્થાનકોમાં ઉપસ્થાપના, ખમણ-ઉપવાસ, (બેઉપવાસ) ચોથ ભક્ત, ઉપવાસ) આયંબીલ, એકાસણું, નિવિ, ગાઢ, અગાઢ ભેદથી અનુક્રમે જાણવું. ઉપલક્ષણથી તેને શ્રાવકને માટે પણ જાણવું. ઉપરના બેઉ અવતરણો મહાનિશીથ નાં છે. સંઘટો અને વિરાધના સ્પર્શ કે અડવું એટલે સંઘટો, અને હિંસા કે કિલામના એ વિરાધના. મહાનિશીધ સૂત્રમાં સચેત પાણી અને અગ્નિ નાં સંઘટા માટે નિષેધ કરવામાં આવેલ છે. ઉપલક્ષણથી સચેત વનસપતિકાય પણ તેમાં સમજવું જોઇએ. પૃથ્વી અને વાયુનો સમાવેશ એમાં એટલા Page #312 -------------------------------------------------------------------------- ________________ 312 આગમચાર-પૂર્વાર્ધ માટે નથી, કે વાયુ સર્વત્ર છે. તથા પૃથ્વી એ મનુષ્યોને આધાર છે. વાયુના સ્પર્શ વિના રહેવું સંભવ નથી અને સચેત પૃથ્વી રજ પણ ચાલતાં સંઘટામાં આવી જાય છે જે જાણી શકાતી નથી. માટેજ સંઘટામાં કાચું પાણી તથા અગ્નિ એ બે નો ઉલ્લેખ છે. આ અર્થ વિરાધના માટે નથી કરવાનો, વિરાધના તો સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વની નિષેધજ છે. પાંચ સ્થાવર અને સૂક્ષ્મ ત્રસ સ્પર્શ માત્રથી વિરાધના પામે છે. કીડીનાં ઈડા, કંથુઆ, સમુચછી મનુષ્ય, તથા અન્ય પણ સૂક્ષમ જીવો અંડથી સૂક્ષમ, બીજથી સૂક્ષમ, લીલફૂગ, શેવાળ, શરીરથી સૂક્ષમ એ બધા સપર્શ માત્રથી વિરાધિત થાય છે. કેટલાક હજી તેથી મોટા, પણ નાના જીવો કીડી, કરાળિયા, ધનેળા, ઈયળ જેવા જીવો જતના ન રાખવાથી વિરાધિત થાય છે. તેમને પોંજણી જેવા ઉપકરણથી ઉપાડી સુરક્ષિત અને તાપ વગરના તથા અન્ય પરભક્ષિઓની નજર ન પડે એવા સ્થાનમાં મૂકીને જયણા કરવામાં આવે છે. જો ઈયળ વગેરે દેખાય તો તેના ખોરાક માટે જે વસ્તુમાં તે દેખાય તે સાથે જ તેને મૂકી દેવી જોઈએ અથવા અન્ય લીલા પાંદડા વગેરે ભેગી મૂકવી જાઈએ. પુસ્તકો પણ ઉના તાપમાં ન સૂકવવા, સવારનો કૂણો તડકો અને નજીકમાં કે નીચે છાયડો હોય જયાં પડવાથી સૂક્ષમ જીવો સૂરક્ષિત સ્થાનમાં જઈ શકે તોજ સૂકવવા. પુસ્તકોના પાના વચ્ચે દબાયેલા જીવો બચતાં નથી. અનાજ પણ સૂકવતી વખતે આવીજ જયણા રાખવી. જીવાત વાળો અનાજ પક્ષીઓને ન આપતાં ઝાડી કે ઘાસમાં નાખવાથી સૂક્ષમ જીવોને સુરક્ષિત સ્થાન મળી રહે છે. મોટા જાનવરો ગાય વાછરડા કતરા વગેરેનો સંઘટો થવાથી વિરાધનાનું પ્રાયચછીત નથી આવતું. પક્ષી અને જાનવરો કે અન્ય કોઈને પણ આહારમાં અંતરાય પડે કે તે ભયભીત થાય એવું વર્તન નહિં કરવું. ભેળસેળ–અશુધ્ધિ-વિકાર સામાન્ય પણે ઓછાવતા અંશે ઉપયોગી તત્વોનું મળી જવું ભેળસેળ કહેવાય છે. જેમકે દૂધમાં પાણીની ભેળસેળ, એક અનાજમાં બીજા અનાજનાં દાણા આવી જવા. એક સૂત્રપાઠોમાં બીજા સૂત્રનાં પાઠો આવી જવા. અહિં બીજી વખત સાવધાની રાખવાની શીખ લઈ કે દઈ જતું કરાય છે. અશુધ્ધિનો અર્થ છે ઉપયોગી તત્વમાં અનુપયોગી નું મળી જવું. જેને જુદા પાડવું અનિવાર્ય છે. થોડી મહેનતથી જુદી પાડી શકાય તે અશુધ્ધિ. દૂધમાંનાં ઘાસનાં તણખલા, ધૂળ જેને ગળણીથી કે કપડાથી ગાળી શુધ્ધિ કરાય છે.અનાજમાંથી કાંકરા વણીને અલગ કરાય છે. સૂત્રપાઠમાં અક્ષર કાનો માત્રા લખવામાં રહી ગયો હોય તો સુધારીને વંચાય છે. હવે જે વિકાર છે તે અક્ષમ્ય જ છે. વિકાર પુદગલોમાં અને આત્મભાવમાં એમ બે પ્રકારે છે. પુદગલો સંપૂર્ણથી વિખેરાઈ જાય, ત્યારે અસંખ્ય કે ઘણા કાળે વિકારથી અલગ થાય છે. આત્મભાવોમાં આવેલા વિકારની વિશુધ્ધિ તપથી થાય છે. દૂધમાં વિષનું ટીપું પણ ભળી જાય તો તેનો ત્યાગ કરાય છે. અનાજ જો સડી જાય તો તેને જીવાત સહિત પરઠી દેવું જોઇએ. જૈન ધર્મનાં મૂળભૂત સિધ્ધાંત અહિંસા અપરિગ્રહ વગેરેનું જેમાં ઉસ્થાપન થતું હોય તેવા લખાણો નકકી જિનપ્રરૂપીત તો નથી જ, પણ લહીયા કે અજેન અથવા પડવાઈ થઈ ગયેલાઓ દ્વારા ઉમેરાયેલા છે. આવા લખાણોની શુદ્ધિ કરવાની આવશ્યકતા નથી પણ જેમના તેમ રિક્ત કરવા હિતાવહ છે. જો શક્ય હોય તો તેટલો ભાગ કાપીને દૂર કરવો. આદેશ–ઉપદેશ-દેશના આ કરો, એ આદેશ છે. આદેશ અસંયતોને અપાતો નથી. આ ન કરો, એ ઉપદેશ છે. ઉપદેશ નેતી નેતી’ શબ્દોથી હોય છે. અસંયત ઉપદેશના અધિકારી છે. જે 18 પાપસ્થાનકથી વિરમણ માટેનું હોય છે. દેશના કેવલી અને તિર્થકરોની હોય છે. જેમાં ન તો આદેશ હોય છે, ન નેતી–નેતી થી ઉપદેશ હોય છે. દેશના લોકનાં ભૂત-ભવિષ્ય-વર્તમાનનાં ભાવો તથા શાસ્વત ભાવોની પ્રરૂપણા રુપ હોય છે. આજ્ઞા માંગનારને “અહા સુહ' ઉતર મળે છે. દા.ત. - 18 પાપના સેવનથી જીવ ભારે બને છે, અને તેના ત્યાગથી જીવ હળવો બને છે. (આ ફક્ત ભાવો છે.) કેટલાંક લોકો ધર્મને માટે, જીવન મરણથી મુકાવાને માટે ત્રસ,સ્થાવર જીવોની હિંસા કરે છે. પણ તેમનું આ કાર્ય તેમને કર્મબંધન રુપ થાય છે, અને વિશેષથી બોધદુર્ધતાને પામે છે. (આ ફક્ત લોકનાં ભાવો છે.) - અહિં આ શબ્દોનો ભાવાર્થ સમજવા માટેની વ્યાખ્યા છે. એકાંતિકતાની કસોટી પર તેને ચકાસવા શક્ય નથી. પણ જો એ એકાંતિક સત્ય હોય તો શાસ્ત્રમાં આવતાં વચનો સીધા કેવલી પ્રરૂપત ભાવજ છે, કે ગણધરો પૂર્વધરોની રચના છે, કે તે બેઉથી અન્ય છે. તે જાણવામાં મદદ રૂપ થઈ શકે છે. કેવલી સંયત અસંયત બનેને દેશના આપે છે. જે જ્ઞાન ગ્રહણ કરે છે તથા પ્રકારનાં ક્ષયોપશમ વાળો હોય તો આચરણ કરે છે. આદેશ એક સંયત બીજા સંયતોને આપે છે. એ ફક્ત ગુરુ શિષ્યનો વ્યવહાર છે. તીર્થકરોને પણ ગુરુ શિષ્યનો વ્યવહાર તો હોય જ છે. કેવલી પુરુષાર્થ માટેની પ્રેરણા જરુર કરે છે, પણ તે આદેશ નથી. શાસ્ત્રના વચનો કેવલીની દેશના રૂપ તથા વચન લબ્ધીવાળા ગણધરોનાં હોવાથી, તેમાં અસંતોને આદેશ તેમના ન હોય. તથા અસંયતોને સંતો દ્રારા કોઈ આદેશજનક વાક્યો ક્યારેક વ્યવહારથી કહેવામાં આવે તો તેને આદેશ નહિં પણ પ્રેરણાજ સમજવી જોઇએ. આ પ્રેરણા જનક ઉપદેશ તેઓ નવકોટીએ અહિંસાનાં ત્યાગી હોવાથી આરંભ માટેતો કદીજ નથી કરી શકતાં. પણ ધર્મક્રિયાઓ માટે અવશ્યથી પ્રેરણા કરે છે. જેના શબ્દો વ્યવહારથી ક્યારેક આદેશ પૂર્વકનાં પણ લાગે છે. દા.ત.- સામાયિક કરો. પણ તેનો અર્થ છે. 18 પાપ તેટલા સમય માટે તો નહિં કરો. પ્રશ્ન: આજ્ઞા એટલે શું? ઉતર: આજ્ઞા એટલે સમંતિ(અવિરોધ.) Page #313 -------------------------------------------------------------------------- ________________ jainology 313 આગમસાર મહાન ઉપકાર એ સાધમનિઓનો. ધર્મ વાંચતા સાભડતાં ઘણાં શબ્દો આવે છે, જેનો ખરો અર્થ ખબર હોય તોજ ઉપદેશ સમજાય છે. અનંત ઉપકાર તેમનો જેણે મુનિ શબ્દનો અર્થ સમજાવ્યો. જેણે આચાર પાળ્યો છે તેણેજ મુનિ શબ્દનો ખરો અર્થ સમજાવી આપ્યો છે. તેવા મુનિઓને જોયા જાણ્યા વિના મુનિ શબ્દ, આકાશકુસુમવત જ રહ્યો હોત.(ન સમજી શકાય તેવો). આજે પણ પડીમાધારી,લબ્ધિધારી,અવધિજ્ઞાની,મનપર્યવજ્ઞાની કે કેવલજ્ઞાની જેવા શબ્દો આવે છે ત્યારે મન વિચારો અને કલ્પનાઓના ચકડોળે ચડી જાય છે. તેનું કારણ આ બધાને આપણે જોયા નથી. કેટલાક જીવોને ધર્મ તો વાંચવા સાંભડવા મળે છે, પણ સાચા આચારવંત સાધુઓને ન જોયા હોવાથી, આ મુનિ કે સાધુ શબ્દ તેમને વિચાર કરતાં કરી દે છે. ધર્મધ્યાનમાં આલંબન અને પુસ્તકો. ચાર આલંબન ધર્મધ્યાનનાં વાચના, પુછના, પરિપટણા, ધર્મકથા કહેવામાં આવ્યા છે. અને તે આલંબનો માટે કાળપરિણામ થી થતાં સ્મૃતિ લોપના કારણે પુસ્તકોનું આલંબન લેવાય છે. - શ્રેષ્ઠ રીત તો જ્ઞાન કંઠસ્થ કરવું અને કંઠસ્થ રાખવું એજ છે. તેમાં જીવ વિરાધનાની સંભાવના પણ નથી રહેતી. હોઠે તે સાથે-ગમે ત્યારે ગમે ત્યાં કંઠસ્થ જ્ઞાન ઉપયોગી થાય છે. રાત્રે અંધકારમાં પુસ્તકો વાંચી શકાતા નથી. તથા તેની જાળવણી ખૂબજ જરૂરી છે, અન્યથા કંથુઆ જેવા નાના જીવો તેમાં ઉત્પન્ન થાય છે. જે અડવાથી પણ મરી જાય છે. હાથેથી દૂર કરવા જતા પ્રવાહી લીટો માત્ર થઈ જાય છે. મુહપતિ વગર વાંચી રહેલાં ઉપયોગ ન રહેતાં, ફૂંક મારી વાયુકાયની વિરાધના કરે છે. મુલાયમ ગુચ્છો કે પીંજણી સાથે રાખી વાંચવા બેસવું. તે ન હોય તો મુલાયમ પછેડી જેવા વસ્ત્ર કે રૂમાલથી છાયડા વાળી જગ્યામાં નાંખવું. પણ તેને અડવું નહિં. પુસ્તકોનાં પાનાની વચ્ચે આવતાં તો તેથી મોટા ત્રસ જીવો પણ બચતાં નથી. ભેજ વાળી જગ્યામાં પુસ્તકો રાખવા નહિં. બની શકે તો દરેક પુસ્તક પ્લાસ્ટીકની થેલીમાં વિંટાળીને મુકવું. કપૂરની ગોળી સાથે મુકવાથી પણ તેની ગંધથી પુસ્તકો થોડો સમય સુરક્ષીત રહે છે. ઘણો લાંબો કાળ પડી રહેલાં પુસ્તકો નકકી જીવ ઉત્પતિ વાળા થઈ જાય છે. સામાન્ય દ્રષ્ટિ નાખતાં ન દેખાય એટલા નાના અને તેથી પણ નાના જીવો પુસ્તકોમાં ઉત્પન્ન થાય છે. શરીર સુક્ષ્મ જીવ સહિતનાં પુસ્તકો ઉનાં તાપમાં સૂકવવા નહિં. આસપાસ તડકોજ હોવાથી બહાર નીકળે તોય મરી જાય છે. વધારે ઉપયોગમાં ન હોય કે સુલભતાથી બીજી આવૃતિ ઉપલબ્ધ થતી હોય તો આવા પુસ્તકો નિર્જન ઝાડીમાં પરઠી દેવા, ખુલ્લામાં નહિં પરઠવા, અન્યથા ચકલી જેવા પ્રાણીઓ તે જીવોનો સંહાર કરે છે. અથવા જેમ છે તેમ છોડી દેવા, ક્યારેક હૃદુ પરિવર્તન થતાં સ્વયં પણ જીવોત્પતિ પુરી થઈ જાય છે. જીવો પરનો અનુકંપાભાવ એજ આત્માને માટે ગુણ છે. જ્ઞાન તો પછી પણ મળી શકશે, પણ જો અનુકંપાનો ભાવ ગયો તો મેળવેલું જ્ઞાન પણ એકડા વગરનાં મીંડા જેવું છે. જીવોત્પતિ પહેલાંજ પુસ્તકોને નિયમિત સમયે તડકો આપી ભેજ વગરનાં કરવા ઉચિત્ત છે. પછી નહિં. તથા એટલા મોટા પ્રમાણમાં સંગ્રહ પણ ન કરવો જોઇએ કે જાળવણી ન થઈ શકે. ઉપાડતી–મુક્તી વખતે પણ જયણા રાખવી, વાયુકાયની વિરાધના થાય તે રીતે ફેંકવા નહિં, પછાડવા નહિં. કણીથી ધુળ નહિં ખંખેરવી. પણ જયણાથી લછવા. અત્યંત ઝડપથી બંદ નહિ કરવા તથા દરેક કાર્ય અચપળતા થી કરવું. ધાતુ તત્વો સામાન્ય ટકરાવથી પણ અવાજ કરે છે, સામાન્યથી અવાજ નહિં કરતા પદાર્થોમાં વ્યવહાર કરતાં, જો અવાજ થાય, ત્યારે અજતના તો નથી થઈને એનું ચિંતન અવશ્યથી કરવું. - 32 કે 45 આગમનાં ભેદનું કારણ સ્થાનકવાસી ૩ર અને દેરાવાસી 45 આગમ માને છે. આ ખાલી સંખ્યા ભેદ માત્ર છે. ૩ર કે 45 આગમમાં પણ ઉપાંગ વર્ગપંચક કે જેને બેઉ સંપ્રદાયો પાંચ આગમ તરીકે સ્વીકારે છે. હકીકતમાં તે એકજ આગમ છે. તેના નિરયાવલીકા આદિ પાંચ વર્ગ છે. ચંદ્રપનતી સૂત્ર બેઉ જગ્યાએ ફકત નામ રુપથીજ છે. 45 આગમમાં 10 પ્રકિર્ણક(ANEXTURE) છે, બે નિર્યુકિતઓ(વિસ્તારથી અર્થ) છે, નંદીસૂત્રમાં અંગબાહય ઉત્કાલીક સૂત્રોના નામોમાં આ પ્રકિર્ણકોના તથા વર્ગોના નામો ગણાવ્યા હોવાથી તેવી ધારણા થયેલ છે. કલ્પસૂત્રની ગણતરી 45 આગમમાં નથી (તે દશાશ્રુત સ્કંધનું આઠમું અધ્યયન છે.) તથા જે મહાનશીથ છે તેની હસ્તલીખીત પ્રત અત્યંત ખરાબ હાલતમાં, વાંચી ન શકાય તેવી પ્રાપ્ત થઇ છે. દેરાવાસી મુનિ દીપરત્નસાગરે કરેલા તેના અનુવાદમાં આ અવતરણ છે. રિ૨૫]અહીં મૃતધોએ કુલિખિતનો દોષ ન આપવો. પણ જે આ સૂત્રની પૂર્વની પ્રતિ લખેલી હતી. તેમાં જ કયાંક શ્લોકાર્ધભાગ, કયાંક પદ-અક્ષર, કવાંક પંક્તિ, કયાંક ત્રણ-ત્રણ પાનાઓ એમ ઘણો ગ્રન્થભાગ ખવાઈ ગયેલો હતો. પ્રથમ અધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલ “ગુર્જર છાયા” પૂર્ણ સ્થાનકવાસી સંપ્રદાય પણ પ્રકિર્ણકને પ્રકિર્ણક તથા નિયુકિતઓ ને નિયુકિત તરીકે સ્વીકારેજ છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ 314 આગમસાર–પૂર્વાર્ધ આમ આ કોઇ આગમ સંખ્યા ભેદ ન રહેતા સંપ્રદાયની ઓળખ માટેનો રુઢ પ્રયોગ સિદ્ધ થાય છે. આવું જ મુખવસ્ત્રિકા બાબતમાં પણ છે. બેઉ સંપ્રદાયો ઉઘાડે મોઢે બોલવાથી થતી વાયુકાયની હિંસા ને રોકવા મુહપતિને અનિવાર્ય માને છે. પરંતુ પોતાની ઓળખ અલગ રાખવા માટે દોરાનો ઉપયોગ દેરાવાસી સંપ્રદાયો નથી કરતાં. અને પછી તેના માટે અનેક તાર્કિક કારણો ઉભા કરવા પડે છે. જૈન આગમ અંગ્રેજીમાં અંગ્રેજી એ અનાર્ય પ્રદેશ અને અનાર્ય લોકોની ભાષા છે. જો આગમોનો અનુવાદ અંગ્રેજીમાં કરાય તો તે વિવાદાસ્પદ જ થશે. જયાં સાડીની સંસ્કૃતિ જ નથી ત્યાં ઘુંઘટ માટેનો શબ્દ ક્યાંથી મળશે. રજોહરણને જાડુ કહેશે, મુહપતિને મોઢે ટીંગાડાતો કપડો. ચૈત્ય એટલે સ્ટેચ્ય, દેવદેવી એ ગોડ અને ગોડેસ તો ભગવાનને મેસેન્જર કહેવાશે. આપણને વિન્ડોઝ અને બીજા સોફટવેર ગજરાતીમાં જોઈએ છે અને આગમ અંગ્રેજીમાં. દુનિયાની ભાષાઓનાં કલાસ ભરવા નાના મોટા બધા જાય છે, પણ ગુજરાતી ભાષાનું જ્ઞાન મેળવવામાં નાનમ લાગે છે. અંગ્રેજીમાં જે ધાર્મિક જ્ઞાન આપતાં હોય કે પ્રતિક્રમણ કરાવતાં હોય તેમને ધન્યવાદ. પણ જેમ કોઈ અંગ્રેજીનાં જ્ઞાન વગર કોમ્પયુટર એજીનીયર બની શકતો નથી, તેમ ફક્ત કોઈ અંગ્રેજીનાં આધારથી શાસ્ત્રોનો અભ્યાસ કરવા માંગતો હોય તો તે શક્ય થવાનું નથી. આમતો ગુજરાતીમાં પણ ખરેખર તો શાસ્ત્રો ટ્રાન્સલેટ કરેલા છે. આ ગુજરાતી અનુવાદનું પણ પાછું અંગ્રેજીમાં અનુવાદ કરતાં મૂળ અર્થોથી ઘણાં દૂર નીકળી જવાનું થશે. બહેતર તો એજ છે કે આપણે આપણી ભાષા અને સંસ્કૃતિ માટે ગર્વ અનુભવીએ અને બાળકોને નાનપણથી જ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષાનું પણ જ્ઞાન આપીએ. સંક્ષિપ્તમાં કહે તે સૂત્ર મૂળ રીત આગમજ્ઞાન કંઠસ્થ રાખવાની હોવાથી સૂત્રપાઠો સંક્ષિપ્તથી બનાવેલા હતાં. સૂત્રની વ્યાખ્યા પણ તેવીજ કરવામાં આવે છે. હાલમાં ઉપલબ્ધ આગમોમાં પધ્ય પાઠો - જે આલાપથી ગાઈ શકાય તેવી રીતે છે. 42 અક્ષરનું એક પદ હોય છે. ૩ર અક્ષરની એક ગાથા હોય છે. આની વિવિધ આલાપક પધતિઓ છે. આ સૂત્રો હજી પણ કંઠસ્થ કરાય છે. જેમકે ઉતરાધ્યન, દશવૈકાલીક, આચારાંગ, સુયગડાંગ. આ અત્યંત સારી રીતે સચવાયેલું આગમ જ્ઞાન છે. આ ગાથાઓ મનને પ્રસન્ન કરનાર અને આત્માને શ્રધ્ધાવત તેમજ ધર્મ માર્ગમાં ઉત્સાહ પમાડનાર હોવાથી દરેક સાધકે અવશ્યથી વાંચવી જોઇએ. ગધ્ય પાઠો - જે વાંચી શકાય તેવી રીતે હોય છે.આ પાઠો પણ સંક્ષિપ્ત છે. તેમને પણ કંઠસ્થ કરવા શક્ય છે. વ્યવહાર, વેદકલ્પ. ગમિક પાઠો - એક સરખા વર્ણનો માટે વપરાતાં પાઠો. જે પણ કંઠસ્થ કરવામાં આવતાં પણ તેનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોવાથી તે કથા કે પ્રસંગ તે પ્રમાણેજ થયું હોવાનું પુરવાર થતું નથી. પણ તેનાથી પ્રસંગની ધારા અખંડ રહે છે. ગંડીકાઓ - હવે જે થોક જ્ઞાન તરીકે ઓળખાય છે.આ ગંડીકાઓનો એક સરખા ભાવોના સંગ્રહ માટે ઉપયોગ થાય છે. જીવાભીગમ અને પનવણામાં ગંડીકાઓ નો વિસ્તાર કરવામાં આવ્યો છે. કલ્પસૂત્ર પણ તીર્થંકર ગંડીકા અને કેટલાંક ગમિક પાઠો તથા આચાર દશા નામના દશાશ્રુત સ્કંધના આઠમા અધ્યયનનું સંકલન છે. ગણધર રચિત્ત આચાર સૂત્રો - આવશ્યક સૂત્ર કે પ્રતિક્રમણ સૂત્રનાં પાઠો તથા આલોચના કે પ્રાયશ્યિછીત સૂત્રો, શ્રમણ સૂત્રો. આ શ્રાવક અને સાધુગણ બેઉ કંઠસ્થ કરે છે. આના શબ્દો વિશાળ અર્થવાળા અને માર્મિક અર્થવાળા છે. સંપૂર્ણ આગમ જ્ઞાન તેમાં સમાયેલું છે. આ પાઠો શબ્દ આનુપૂર્વી વાળા છે જેનો એક શબ્દ બોલતાં પછીનો શબ્દ સ્વયંમેવ યાદ આવી જાય છે. આને એક પ્રકારની લબ્ધી કહી શકાય. કંઠસ્થ કરનાર જયારે તે બોલાવે છે ત્યારે તેની જાણ બહાર પણ શબ્દો આપોઆપ ઉચ્ચારાતા જાય છે. વર્ષોથી ફકત રટણ કરનારને પણ તેના અર્થો સમજાવા લાગે છે, કે સમજાતા જાય છે. અંક સુત્રો - અહિં સંખ્યાનાં આધારથી જ્ઞાનનો સંગ્રહ કરાયો છે. ઠાણાંગ સમવાયાંગ. આ પણ કંઠસ્થ કરાય છે. આ એક સારી RAID બેકઅપ પધ્ધતિ છે. (રીડનડન્ટ આરે ઓફ આયડેનટીકલ ડેટા) જેમાં એક લખાણ એકજ જગ્યાએ ન લખતાં ત્રણ જગ્યાએ લખવામાં આવે છે. આથી લખાણ સરક્ષીત રહે છે. જ્યારે લખાણનો કોઈ ભાગ નાશ પામે ત્યારે હજી પણ તે બીજી બે જગ્યાએ સચવાયેલું હોવાથી ફરીને મળી જાય છે. આગમમાં પણ ઘણુંખરું બધું જ્ઞાન ઓછામાં ઓછી બે વખત કે ત્રણ વખત સંગ્રહ કરાયું છે. જેથી ક્યાંક ત્રુટી આવે તો બીજી બે જગ્યાએથી તેની ભરપાઈ થઈ જાય છે. પુનરુકતિ પણ કોઈ દોષ નથી કેમકે જેમ રોગ મટાડવા દવાનું સેવન વારંવાર કરવામાં આવે છે, તેમ કર્મ રૂપી રોગ મટાડવા શાસ્ત્રોનું વાંચન વારંવાર કરવું આવશ્યક જ છે. વિસ્તૃત સૂત્રો સૂત્રપાઠો હંમેશા સંક્ષિપ્તજ હોય છે તેવું પણ નથી. રાયપરોણીય માં રાજા પ્રદેશનો કેશીસ્વામી સાથેનો સંવાદ વિસ્તારથી છે. પ્રશ્નવ્યાકરણ માં પાંચ આશ્રવ અને પાંચ સંવરનો વિસ્તાર છે. જ્ઞાતામાં ધર્મકથાઓ વિસ્તારથી છે. અલ્પ બહત્વ- અનેક પર્યાયોનાં અલ્પ બહત્વનાં વર્ણનથી તે સારી રીતે સમજાય છે. આ પણ કંઠસ્થ કરાય છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ 315 jainology આગમસાર ભાંગાઓ - આ ભાંગાઓ ત્રણ પ્રકારનાં છે. એક તો સાદા ભાગો છે, જે ત્રણ કે ચારની સંખ્યા નાં બોલોને તેવીજ સંખ્યાનાં અન્ય બોલ સાથે ગણવાથી થાય છે. બીજા સંખ્યાતી સંખ્યા વાળા બોલો ને અસંખ્યાત બોલથી ગુણતા થાય છે અને ત્રીજા સંખ્ય, અસંખ્યને અસંખ્યાતથી ગુણતા થાય છે. તથા અનંતના ભાંગા(?) વાકય પધ્ધતિમાં બોલવાની રીતો બતાવી છે. દ્વારની પધ્ધતિ અને ગમા - એક દ્રવ્યની અનેક પર્યાયથી વિચારણા, મુખ્ય ઉદેશ્ય જીવદયાનો હોવાથી જીવ દ્રવ્યની વિચારણા 32 દ્રારોથી કરાઈ છે. તથા આવા બીજા પણ ઉદેશા છે જેમાં અનેક દ્રારોથી વિચારણા કરાય છે. આનું વિસ્તૃત સ્વરૂપ ગમામાં જોવા મળે છે. અહિં કાળ(આયુષ્ય) દ્રવ્યનો ઉમેરો થતાં બે કે વધારે દ્રવ્યની પર્યાયના અનેક જીવની પર્યાય સાથેના ભાંગા થાય છે. તેમાં શક્ય માંગા ક્યા અને તે ભાંગા બનાવવાની રીત જણાવી છે. પ્રાથમીક તત્વજ્ઞાન કંઠસ્થ ર્યા પછી જ તે સમજી શકાય છે. વિસ્તાર પૂર્વકનાં વર્ણનો - આ વર્ણનો ખરેખર વિચારતાં કરી નાખે તેવા છે. ક્યારેક કોઈક લહિયાઓ દ્રારા કે અજૈન અથવા પડવાઈ દ્વારા કરાયેલા હોવાની પણ આમાં શક્યતા રહેલી છે. તેથી જરુરથી વિચારવું. 72-64 કળાઓ(સર્વ ગુણ સંપનતા માટેનો વાકય પ્રયોગ છે), શરીરનાં કે નગરીનાં વર્ણનો, દેવ વિમાન અને મૂર્તિનાં વર્ણનો, 14 સપનાઓશાસ્ત્રના મૂળ પાઠમાં એક સિંહના સપનાનું વિસ્તૃત વર્ણન છે. લગ્નમાં અપાયેલી ભેટોનું વિસ્તૃત વર્ણન. આ બધું મોક્ષમાર્ગમાં કઈ રીતે ઉપયોગી છે એ નથી સમજાયું. તેથી જયાં વિસ્તાર પૂર્વકની કથા કે વર્ણનો જોવા મળે ત્યાં તે ધર્મપોષક ભાવો છે કે નહિં તે સર્વપ્રથમ વિચારવું અને તથાયોગ્ય નિર્ણય લેવો. (સમાધાન: જેમ પાપી જીવોના દ:ખોનું વર્ણન આવે છે તેમ ધર્મી જીવોના પશ્યના ઉદયનં વર્ણન છે.) કદાચ આ બધું પણ જીવ ભોગવી આવ્યો એ બતાવવા કીધું હોય. આની શબ્દ રચનાઓ પણ અલગ છે. જ્ઞાનીઓ ઉદાહરણ આપે છે, સરખામણી કરે છે, તે જ્ઞાન પહેલાથી સાંભળનારને મતિશ્રુતના ક્ષયોપશમથી થયેલું હોય છે. તેના એ જ્ઞાનનો ઉપયોગ કરી અન્ય વાત સમજાવવામાં આવે છે. જેમકે - કાચા ઘડામાં નાખેલું જળ જેવી રીતે જળ અને તે ઘડાનો વિનાશ કરે છે, તેમ અપાત્રને આપેલા સૂત્ર અને અર્થ તેનો અને સૂત્રાર્થનો નાશ કરે છે. આવા પ્રકારનું સિધ્ધાંત રહસ્ય છે કે અલ્પ તુચ્છ આધાર નાશ પામે છે. અહિં કાચા ઘડા અને જળનું જ્ઞાન પહેલાથી છેજ, તેજ જ્ઞાનના ઉપયોગથી સિધ્ધાંતની વાત સમજાવાઈ છે. આવીજ જ્ઞાનથી ભરેલી વાત જ્યારે બ્રમદત ચક્રવર્તી ચિત્તમુનીને કહે છે, કે જેવી રીતે કીચડમાં ફસાયેલો હાથી કિનારાને દેખતો થકો પણ તેને પામી શકતો નથી તેમ હે ચિત્ત કામભોગના કિચડમાં ફસાયેલો હું સંયમને જાણતો થકો પણ તેને ગ્રહણ કરી શકતો નથી. ચોંકાવનારું આશ્ચર્ય આવી વાત બ્રમદતના મુખે સાંભળતાં થાય છે. આવી ઉદાહરણની ભાષા તો જ્ઞાનીઓ બોલે. તે ફરી ફરી વાંચવાનું મન થાય તેવી હોય છે અને આશ્ચર્ય એ છે કે વાંચવા માટે પુસ્તક પણ ઉપાડવું પડતું નથી કારણ કે એ શબ્દો અંતરમાં જ અંકાઈ ગયા હોય છે. પ્રભુની વાણી તરીકે આપણી પાસે હમણા ફક્ત આગમ શાસ્ત્રોજ વિધમાન છે. શાસ્ત્ર વાંચન માટે પ્રથમ તો જૈન ધર્મના મૂળભૂત સિધ્ધાંત અહિંસા, અપરિગ્રહ, સત્ય, અચૌર્ય, બ્રમચર્ય વગેરેને આત્મસાત કરવા જોઇએ. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું જ્ઞાન અને અનુભવ આચરણ હોવું જોઇએ. સરળતા અને અનુકંપાના ભાવો ધારણ કરેલા હોવા જોઇએ. આ બધું સાધુપણા સિવાય જોવા નથી મળતું તેથીજ શ્રાવકને ગુરુગમ્યતા વગર કે બહુશ્રુત પારંગત જ્ઞાનીની નેક્ષાય વગર શાસ્ત્ર વાંચન માટેની પ્રેરણા નથી કરાતી. હજાર વર્ષ સુધી કંઠસ્થ રહયા પછી લેખન થયાને પણ હજાર વર્ષ થઈ ગયા છે. જુની પધ્ધતીમાં તાડપત્રોનો ઉપયોગ થતો અને તેની નકલ લહિયાઓ દ્રારા કરાવાતી. અજેનો દ્રારા શાસ્ત્રોને નાશ કરવાનો પ્રયત્ન પણ અનેક વખત થયો છે. ઉધઈ જેવા જીવાતો દ્વારા પણ તાડપત્રનાં પાનાઓ ખવાયા છે. કહેવાનું તાતપર્ય એ છે કે શ્રાવક કે સાધુ જયાં શાસ્ત્ર વાંચન કરે ત્યારે જીણવટ પૂર્વક વિવેક બુધ્ધિથી વિચારી, વસ્તુ તત્વનો નિર્ણય કરે કે આ રચનાને ગણધર કે પૂર્વધરોની માની શકાય કે નહિં. આચાર-કથા-તત્વ ચાર પ્રકારથી વિભાજન આગમોનો કરવામાં આવે છે. ચરણકરણ, કથા, દ્રવ્ય અને ગણિત. ગણિતનો તત્વમાં સમાવેશ કરતાં ત્રણ વિભાગ બને છે. આચાર કથા અને તત્વ. આચાર સંબંધે કોઈ બાંધછોડ ન કરવી. કયા ઉદેશ્યથી આચારનું કથન છે તે ધ્યાનથી સમજવું આત્મસાત કરવું. અનુભવથી આચરણના જ્ઞાનની શુદ્ધિ થાય છે. શુદ્ધ આચારીની સંગત અને નિરીક્ષણથી આચાર સંબંધી બધી શંકાઓનું સમાધાન થઈ જાય છે. મુખ્ય તો જીવદયાનાં ઉદેશથી આચારનું કથન છે . અપ્રમાદ અને ઉપશમને માટે પણ આચાર છે. આચાર સંબંધે આત્મા સર્વોપરી છે. ઉપદેશ આત્માના વિવેકને જગાડવા માટે હોય છે, શું કરવું અને શું ન કરવું તેનો અંતિમ નિર્ણય આત્માએજ લેવાનો છે. આચાર સંબંધે શાસ્ત્રજ્ઞાન કરતાં સ્વયં અનુભવ અને આચરણ મહત્વના છે. શાસ્ત્રજ્ઞાન વગર પણ શુધ્ધ આચારીનાં સંગથી, નિરીક્ષણથી આચાર સંબંધી બધુંજ જ્ઞાન થઈ જાય છે. અભણ લોકો પણ શુધ્ધ આચાર પાળી શકે છે. મોક્ષમાર્ગમાં આચાર અને ભાવ મુખ્ય છે. ધર્મકથા બોધ લેવા માટે હોય છે. કથામાંથી ફક્ત બોધજ ગ્રહણ કરવો. તેના અન્ય પાસાઓ જેમકે નગરીનાં વર્ણનો, રાજાનાં વર્ણનો, લોકરુઢિઓ, ભોગવિલાસનાં વર્ણનો અને વ્યવહારો, તેનું અનુસરણ ન કરવું. કંઠસ્થ રાખવાની પરંપરામાં સંક્ષિપ્તમાં જ કથાઓ અને બોધનો સંગ્રહ થોડાક પદોમાં કરી લેવાતો. જયાં વિસ્તારથી વર્ણનો આવે છે તે ગમીક પાઠો છે તેનો કથાકારો દ્વારા વિસ્તાર કરાયો છે. ગમિક પાઠો સર્વત્ર એક સરખા હોય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ 316 આગમસાર–પૂર્વાર્ધ ક્યાંક રૂપક કે દ્રષ્ટાંત છે. આમાં કલ્પના કે સરખામણી કરવામાં આવે છે. તેથી મૂળ ઉદેશ બોધપાઠ નો હોવાથી ફક્ત બોધજ ગ્રહણ કરવો. પણ કોઈ પાત્ર કે પ્રસંગ બાબતે વાદવિવાદ ન કરવો. તેમજ પાત્રો કે વ્યવહારોનું અનુસરણ પણ ન કરવું. કથાનાં ચાર ભેદ ઠાણાંગથી જાણવા. તત્વ કેટલુંક પ્રત્યક્ષ છે અને કેટલુંક અપ્રત્યક્ષ છે. સૂત્રજ્ઞાનથી તત્વ જાણી તો શકાય છે પણ પ્રત્યક્ષ ન હોવાથી શ્રધ્ધાનો વિષય છે. જે પ્રત્યક્ષ છે તે પણ સુક્ષ્મથી અને સર્વભાવોથી ફક્ત જ્ઞાનીઓજ જાણી શકે છે. અપ્રત્યક્ષ હંમેશા કેવલી ગમ્યજ હોય છે. તેથી તત્વ સંબંધે પણ વિવાદ ન કરવો. છતાં તત્વ કેવલી ગમ્ય જાણી અન્ય દ્રવ્ય, પર્યાય, ભાવ વગેરેનો ઉડાણથી અભ્યાસ કરવાથી તત્વ સંબંધે ઘણું સમાધાન થઈ જાય છે. શ્રાવક શાસ્ત્ર વાંચન વિચારણા વિજય: ત્રણ વર્ષના દીક્ષા પર્યાય પહેલાં સાધુઓએ પણ શાસ્ત્ર વાંચવાની મનાઈ છે તો ગૃહસ્થને તો ક્યારેય શાસ્ત્ર વાંચી જ ન શકાય ને? તેમને તો વાંચવાનો અધિકાર જ ન હોય ને? જવાબ: ઘણી જગ્યાએ આગમ વિધાનના અર્થની પરંપરા બરોબર જળવાઈ નથી એટલે તેમાં વિકૃતિ ઘર કરી ગઈ છે. શાસ્ત્રમાં ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળાને ઉપાધ્યાય પદ આપી શકાય તેવું વિધાન છે અને ત્રણ વર્ષની દીક્ષાવાળાને ઉપાધ્યાય બનવા માટે બહુશ્રુત હોવું પણ આવશ્યક જણાવ્યું છે. એટલે ત્રણ વર્ષની દીક્ષાના સમય પહેલાં શાસ્ત્રાધ્યયન ન કરી શકાય એવો અર્થ ખોટો છે. તે સૂત્રોનો એવો અર્થ સમજવો જોઇએ કે ત્રણ વર્ષવાળા યોગ્ય સાધુને ઓછામાં ઓછો એટલો અભ્યાસ (શાસ્ત્રમાં કહ્યા મુજબનો) કરાવી લેવો જોઇએ; યોગ્યતા હોય તો વધારે કરાવી શકાય તેનો કોઈ નિષેધ ન સમજવો જોઇએ. ગૃહસ્થને માટે શાસ્ત્ર વાંચવા સંબંધી નિશીથમાં પ્રાયશ્ચિત્ત કહેલ છે, તેનો અર્થ પણ ભાષ્યકારે મિથ્યાદષ્ટિની અપેક્ષાએ ક્ય છે અને કહ્યું છે કે તે તેનો દુરુપયોગ કરશે. પરંતુ જિનેશ્વર ભગવાન પ્રતિ જે અનુરક્ત છે અને જે શ્રાવક છે, તેને માટે કદાપિ નિષેધ ન સમજવો જોઈએ. નંદી સૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં જે રીતે સાધુઓ માટે શાસ્ત્ર અધ્યયન અને ઉપધાનનું કથન છે, તેવું જ કથન શ્રાવકો માટે પણ છે. અન્ય આગમોના વર્ણનોથી યોગ્ય શ્રદ્ધાળુ શ્રાવક પણ આગમજ્ઞાની, બહુશ્રુત, કોવિદ, જિનમતમાં નિપુણ થઈ શકે છે. આગમમાં પણ શ્રાવક, સાધુને સમાન રૂપે તીર્થરૂપ કહ્યાં છે તથા ચાર પ્રકારના શ્રમણ સંઘમાં પણ શ્રાવકોને ગણાવ્યા છે, એટલે આગમકારની દષ્ટિથી શ્રાવકોને માટે આગમ અધ્યયનનો નિષેધ કે અનધિકાર નથી તેથી ઉક્ત એકાંતિક આગ્રહ પણ અવિવેક પૂર્ણ છે. આવા શ્રાવક તો જિનશાસનના તીર્થરૂપ છે. તેમને શાસ્ત્રના પઠન માટે દોષ હોઈ ન શકે, ઉલટું તેથી મહાન લાભ જ થાય તેમ છે. એટલે વિવેક એટલો જ સમજવો જોઇએ કે યોગ્ય સાધુ–સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા શાસ્ત્રનું અધ્યયન કરે અથવા કરાવે. જ્ઞાન-ઉપયોગ દશા–ભાવ(જ્ઞાતાદ્રષ્ટાભાવ) જ્ઞાન– જીવ અને અજીવનું જાણપણું, તેમાં પણ વિશેષથી સ્થાવરકાય જીવજગત - તેના રહેવાનાં સ્થાન, ઉત્પતિનાં સ્થાન, શરીરની કોમળતા, સુક્ષ્મ સુક્ષમતર ઇત્યાદીથી પાંચ સ્થાવરને જાણવા. તથા ત્રસમાં પણ સુક્ષમ ત્રસની વિશેષથી ઓળખાણ કરવી. ઉપયોગ દશા– જીવ અને અજીવને જાણયા પછી, સર્વ જીવોને આત્મવત જાણી-સમજી તેમની દયા પાળવી. એજ મહાવીરનો અહિંસા પરમો ધર્મ. સર્વ જીવોની દયા પાળતા જીવ પોતાનીજ દયા કરે છે. સતત ઉપયોગ દશામાં રહેવું, પોતાનાં પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવતાં દરેક પદાર્થમાં જીવ શું છે અને અજીવ શું છે તેનું ઉપયોગ પૂર્વક ક્ષણે ક્ષણે અવલોકન કરનાર ઉપયોગ દશામાં રહી શકે છે. વિશેષથી તેનું પોતાનું વર્તન કઈ રીતે ભૂત-વર્તમાન–ભવિષ્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષથી હિંસામાં ભાગીદાર થઈ રહ્યો છે તેનું જાણપણું રાખનાર અને તેમાં પોતાના સામર્થ્યને ગોપવ્યા વિના આચરણ કરનાર એટલે કે તે સ્થાવર ત્રસની હિંસાથી દૂર થનાર જ ઉપયોગદશા વાળો કહેવાય છે. અજીવના વપરાશમાં પણ વિવેક રાખવો, કોઈ પણ પદાર્થ પૂર્વ પશ્ચાત કે પછી તેમાં સંકળાયેલા અર્થને કારણે આરંભનું કારણ છે. કર્મબંધનું મુખ્ય કારણ ભલે આત્માના ભાવ હોય પણ આરંભના અનુમોદન વગેરેથી અસાતા વેદનીયનો બંધ થાય છે. પોતાની જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત અજીવનો પણ વપરાશ ઘટાડવો એ અજીવ વિવેક. શભ ભાવ, અનકંપા-સંવેદના પૂર્વક જીવોની જતના કરનાર સાહજીકતાથી જીવદયા પાળી શકે છે. આ જ્ઞાન+ઉપયોગદશા+અનુકંપાભાવ નો સરવાળો એજ સમકિત, એજ મોક્ષ માટેની લાયકાત, એજ મોક્ષનો ઉપાય, એનુંજ પરિણામ જીવ જગત સાથે મૈત્રીભાવ અને અજીવ પુદગલ જગતથી મુક્તિ . ફક્ત જ્ઞાતા-દષ્ટાભાવ એટલે કે જ્ઞાન અને નિર્લેપભાવ પૂરતા નથી. જીવ જગત પ્રત્યે દુર્લક્ષ્ય કે અલક્ષ્ય કરી પોતાના આત્મામાં રમણતા કરવાની સંતુષ્ટી કરવી એ પ્રમાદ જ છે. સંપૂર્ણ ત્રણ સ્થાવરના જીવોને પોતાના આત્મા જેવા જાણી, તેમની સાથેનું વર્તન અનુકંપા,સંવેદના અને વિવેક પૂર્વકનું કરવું અને તેમાં જે પ્રસન્નતાનો અનુભવ થાય, તેને આત્મભાવમાં રમણતા કરવી કહી શકાય. વિનાન દષ્ટાભાવ એટલે લાપરવાહી માટે વપરાયેલી શબ્દજાળ છે. આને પોતાના સોફીસ્ટીકેટ જીવનની ઓળખ નવી રીતે કરવી - એમ કહી શકાય. પોતાની નેશ્રાએ થઈ રહેલા સ્થાવરકાયનાં મહા કે અનર્થકારી આરંભને તટસ્થતાપૂર્વક દષ્ટાભાવે જોઈ રહેલામાં જ્ઞાતાપણું કેવું હોઈ શકે? તે વિચારણીય છે. ઉપદેશ આપી રહેલા સાધુભગવંતો કે જેમણે જીવજગત સાથેનો પોતાનો વ્યવહાર શુધ્ધ ર્યો છે, તેઓ હવે પછીના બીજા તબક્કામાં પોતાનો અજીવ સાથે પણ જે વ્યવહાર રહયો છે તેમાં નિર્લેપભાવની સાધના કરી રહયા છે. અને તેનોજ ઉપદેશ પણ Page #317 -------------------------------------------------------------------------- ________________ jainology 317 આગમસાર આપી રહયા છે, પણ બોધીદુર્લભતાથી કોઈ જીવો પોતાનો ત્રણ સ્થાવર જીવજગત સાથેનો વ્યવહાર મૈત્રીપૂર્ણનો કર્યા વગર સીધાજ બીજા તબક્કામાં (એટલે કે નિર્લેપભાવની સાધનામાં) પ્રવેશવાની સાધના કરવા માંડે છે, અને તેનેજ જ્ઞાતાદષ્ટાભાવ માની લે છે. અહિં ભરત ચકીનું દષ્ટાંત ન આપવું કારણ કે તેઓ તો દીક્ષાનાં ભાવ સાથે જીવી રહેલા હતા. પરંતુ જ્ઞાતાદ્રષ્ટા હોવાની આત્મસંતુષ્ટી કરનારને ભાવથી દીક્ષાના કે શ્રાવકના વ્રતોને ધારણ કરવામાં ઉપેક્ષા ભાવ જ વધારે જોવા મળે છે. ભગવાનનો પ્રરુપેલો ધર્મ એટલે અનુકંપા અને તેમાંથી નિપજતી અહિંસા. તેને વ્યવહારમાં લાવવા - આચરણમાં પહેલા અહિંસા અને તેના અભ્યાસ સાથે જ્ઞાન ઉપયોગ દશામાં વધારો કરતાં જતાં અનુકંપા ભાવથી જીવને અભ્યસ્ત કરવું, સંસ્કૃત કરવું. આચરણ વગર જ્ઞાન નાશ પામે છે, જુઓ નંદી સૂત્ર અને અનુયોગદ્રાર સૂત્ર. જેમાં દ્રવ્યથી જ્ઞાન એટલે અજીવ પુસ્તકો. દ્રવ્યથી જ્ઞાની એટલે કે જીવ દ્રવ્ય, જ્ઞાનસહિત પણ આચરણ રહિતનો ભાંગો, જીવ ઉપયોગ લક્ષણ હોવાથી ખાલી NIL બતાવવામાં આવ્યો છે. એટલે કે આચરણ વગર જ્ઞાન જીવમાં ટકતું નથી. તથા જે જીવો ચારિત્ર ગ્રહણ નથી કરતાં તેમનું સમકિત પણ બે ભવથી વધારે ટકતું નથી. અનુકંપા ભાવ અનુકંપાનો ધારક હું જૈન છું. હું સમયક દ્રષ્ટિ છું. આવો ગર્વ આપણે કરીએ છીએ, પણ શું ખરેખર તે સત્ય છે? આપણી વિચારધારા, સજાગતા અને આચરણનું તે માટે નિરિક્ષણ કરીએ. મારી અનુકંપા સળંગ છે કે ત્રુટક છે? પ્રયત્નથી થાય છે કે સ્વાભાવિક છે? હું સમયકદૃષ્ટિ છું કે મિથ્યાદૃષ્ટિ? એ સવાલ પોતાનેજ કરીને જવાબ મેળવવાનો છે. આપણા સંપર્કમાં આવતાં જીવોનું પાંચ પ્રકારમાં વર્ગીકરણ કરીએ. એક તો આપણી આસપાસનું પ્રાણી જગત એટલે કે પશુ પક્ષી વગેરે સંજ્ઞિ પંચઇનદ્રિય જીવો. બીજા વિકલેનદ્રિ જીવો એટલે કે બેઇન્દ્રી, ત્રણબી, ચારઇન્દ્રી જીવો. ત્રીજા સ્થાવર કાય જીવો એટલે કે પૃથ્વી પાણી અગ્ની વાયરો અને વનસ્પતિ-કંદમૂલ. ચોથા અસંગ્નિ સમુચછમ મનુષ્ય અને પાંચમાં સંજ્ઞિ મનુષ્યો. * કૂતરાને નાખેલો રોટલો જ્યારે પાસે ઉભેલો ગધેડો કે ભૂંડ ખાય, ત્યારે તે અન્ય પ્રાણીને મારાય તો નહીં જ. વાછરડો દોરી છોડાવીને જો ગાયનું દૂધ પી જાય તો અફસોસ ન જ કરાય. અજાણતા કે અનિચ્છાએ થયેલું દાન પણ પાછળથી વિચારધારા સારી રાખતાં અનુકંપા દાનમાં રૂપાંતરીત થઈ જાય છે. કબૂતરને નાખવાનું ચણ ઉદર ન ખાય તેની કાળજી રાખવી શું જરૂરી છે? અનુકંપામાં વળી ભેદભાવ શા માટે? કોઈ જાનવરોને લાભઅંતરાય હોઈ શકે, પણ મારી અનુકંપાનું શું? એ તો સર્વજીવ પ્રત્યેજ હોવી જોઇએ. પક્ષીનો માળો તોળતાં પહેલા તેના સ્થાને પોતાને મુકીને વિચારી જુઓ, મધપૂડો કે કબૂતર ચકલીના ઘર, આપણા ઘર જેવા જ તેમના ઘર છે. જેમ પોતાને નિરાધાર ઘર વગરના કલ્પતાં કંપારી છૂટે છે. તેમ અન્યનાં ઘર તોડતાં પહેલા પણ અનુકંપા ભાવથી વિચારીને જોવું. * મચ્છરનો ડંખ થાય તો વિચારવું કે હું તેનો આહાર છું. મારા આહાર સાથે હું કેવો વર્તન કરું છું? તેને કાપુ છું,સેકુ છું, દળુ છું, તળુ છું. સંપૂર્ણ જીવરહિત કરી નાખું છું. તેણે મારી સાથે આવું કંઇ નથી કર્યું, તેનો અપરાધ બહુજ નાનો છે. ન જે પોતે ભયભીત છે તે કાળજી પૂર્વક દયા પાળી શકતો નથી. ભયના કારણે પણ હિંસા કરાય છે. ભયભીત વ્યકિત હિંસક કે જુગુસ્પિત જંતુને જતનાથી ઉપાડી સુરક્ષીત સ્થાને મુકી શકતો નથી. માટે જુગુપ્સા અને ભયથી મુકત થવું આવશ્યક છે. * પ્રત્યક્ષ હલનચલન કરતાં દેખાતાં જીવો કરતાં સ્થાવર કાયની દયા પાળવી અઘરી છે. તે માટે શ્રદ્ધાનું બળ જોઇએ. તોયે વનસ્પતિ-કંદમૂલ વગેરેના સમુહને જોઇ શકાય છે. * અસંલિ સમુચછમ મનુષ્ય તો સ્થાવરકાયની જેમ સમુહથી પણ દેખાતા નથી. સજાગતા વગર તો તેનું જાણપણું પણ નથી રહેતું. શહેરી જીવન અને હવે તો ગામડાઓમાં તેની દયા પળાતી નથી. તોય 14 સમુછમ મનુષ્યના નામ કંઠસ્થ કરવા, અને ઇચ્છા રાખવાથી એક દિવસ તેની દયા પણ શકય થશે. * આપણી આસપાસના મનુષ્યો, નોકરો અને ઘરના લોકો સાથે પણ વર્તન અને વ્યવહારમાં અનુકંપા એ માનવતા છે, જે મનુષ્યત્વનો પહેલો ગુણ છે. તેના વગર ધર્મ માટેની પાત્રતા પણ ગણાતી નથી. * અજીવના વપરાશમાં વિવેક કે ત્યાગ એ પણ અનુકંપા છે, કારણકે અજીવ વસ્તુઓનું પણ આખરે તો સજીવ કે એકેન્દ્રીયના આરંભથી જ નિર્માણ થાય છે. કોઈ પણ પદાર્થ આરંભ વગર આપણા સુધી પહોંચતો નથી, એ સમજથી જ વિવેક આવશે. * ઇચ્છાઓ અલ્પથી અલ્પતમ કરવી અને સતત ઉપયોગદશા રાખવાથી આત્મામા અનુકંપાનાં સંસ્કારો દ્રઢ થશે, જે જન્મ પરિવર્તન પછી પણ સાથે ચાલશે. તપનું મહત્વ તપથી શ્રધ્ધા દ્રઢ થાય છે. જ્ઞાનથી શ્રધ્ધા વધે છે. ચારિત્રથી શ્રધ્ધા શુધ્ધ થાય છે. દર્શન એ શ્રધ્ધાનું બીજું નામ છે. શ્રધ્ધાથી તપ થાય છે અને તપથી શ્રધ્ધા મક્કમ થાય છે. શ્રધ્ધાથી જ્ઞાન વધે છે અને જ્ઞાનથી વળી શ્રધ્ધા વધે છે. શ્રધ્ધાનું પરિણામ ચારિત્ર છે અને ચારિત્રના પરિણામે તપ છે. તપથી ઉગ્રતા આવે છે, તેજસ શરીરનું તેજબળ વધે છે. કરોડો ભવનાં સંચીત કર્મોની તપથી ઉદીરણા થાય છે. પછી તે કર્મોની નિર્જરા થાય છે. સકામ રીતે નિર્જરીત થયેલા કર્મ પુદગલોનો ફરી કયારેય આત્મા પર બંધ થતો નથી. મોક્ષ માર્ગ પર ઝડપ જરુરી છે કારણ કે સંક્ષિપણું 1000 સાગરોપમ ઉતકૃષ્ટ છે. અને તપથી મોક્ષમાર્ગ પર ઝડપ આવે છે. તપથી જ્ઞાન ગ્રહણ કરવામાં સરળતા પ્રાપ્ત થાય છે. જ્ઞાન જલદી કંઠસ્થ થાય છે. નવા નવા અર્થોની પ્રાપ્તિ થાય છે. બાર આવ્યંતર અને બાર પ્રકારનાં બાહય તપ છે. આ સમીકરણો કોઈ એક સંદર્ભમાં સમજવા,(એકાંતીક રીતે નહિં.) Page #318 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 318 વિવાદ ન કરવા માટેના કારણો કારણ કે કથા બોધ ગ્રહણ કરવા માટે હોય છે. મૂળ સંક્ષિપ્તમાં હોવાથી અને કંઠસ્થ પરંપરાના કારણે તેમાં કથાકારની ભૂલ થઈ શકે છે. શાંભડનારાઓ નો ઉત્સાહ વધારવા કથાકાર કથાને રુચકતાથી કહે છે. માટે બોધના લક્ષ્યથી કથાને ગ્રહણ કરવી. કારણ કે આચાર આચરણ કરવા માટે હોય છે. અને આચરણ ભાવ પ્રધાન હોય છે. ફકત ક્રિયાને ગ્રહણ ન કરતા, તેમાં રહેલા ભાવોનું મહત્વ વિશેષથી આવશ્યક છે. કારણ કે તત્વ કેવલી ગમ્ય હોય છે. સ્થૂળ દૃષ્ટિએ તે પ્રત્યક્ષ પણ હોય છે, પણ સૂક્ષમથી તો તેને સર્વજ્ઞ જ જાણે છે. તથા અપ્રત્યક્ષ સર્વ ભાવો કેવલજ્ઞાનનો જ વિષય હોવાથી વિવેકપૂર્વક પોતાની અને સામેવાળાની બેઉની શ્રધ્ધા ચલિત ન થાય તેનું ધ્યાન રાખી વિનમ્રતાથી ફકત સંવાદ કરવો. ઉઘાડે મોઢે ધર્મચર્ચા કરનાર અહિંસાનાં મૂળભૂત સિધ્ધાતની- એટલે કે સ્વમતની ઘાત કરે છે. સમયક જ્ઞાન પુરુષાર્થ ભગવદ આજ્ઞા સહિતનો જ હોવો ઘટે. ચામડાના પટા આદિ તાજા જન્મેલા વાછરડાઓનાં ચામડાથી આ મુલાયમ પટા આદિ બનાવવામાં આવે છે. તથા અન્ય અનેક પ્રાણીઓની હિંસા કરી ચામડુ ભેગું કરાય છે. આવા પર્સ, પાકીટ, કમરપટા કે બુટ ચપલ પહેરી તેનો ગર્વ કરવાથી મહાન અશાતા વેદનીય કર્મનો બંધ થાય છે. જેના ફળ સ્વરૂપે આ ભવમાં પણ હોસ્પીટલમાં અનેક નર્ક જેવી યાતનાઓ ભોગવતાં દર્દીઓ જોવા મળે છે. રેશમી વસ્ત્રો, કોસમેટીક સાધનો, મોતી આ બધું ત્રસ જીવો પર કારમાં અત્યાચારો ગુજારી બનાવવામાં આવે છે. બનાવટી મોતી વાપરનાર પણ મોતીનો પ્રચારક અને અનુમોદક ઠરે છે. આથી તેને ભાવ હિંસાનો અતિચાર લાગે છે. નામ કર્મની શુભ પ્રકૃતિથી વગર આભુષણે પણ જીવ મનોહર લાગે છે. તેથી સમકતી જીવોને આવા જીવનાં કલેવર પહેરી આનંદીત થવાનું કોઈ કારણ નથી. અધર્મ અને હિંસાનો ફકત વિરોધ થઇ શકે છે, તેની કોઇ પણ પ્રકારે અનુમોદના તે અધર્મ જ છે. કારણ કે ધર્મ એ કર્તવ્ય છે, અને કર્તવ્ય ફકત કરવાથી જ થાય છે. તેમા મૂક સાક્ષિ રહેનાર પણ અધર્મના પક્ષમાંજ ઠરે છે. જેવી રીતે રત્નજડીત સોનાનો વાંદો કે ગરોડી જોઇને અણગમોજ ઉપજે છે, તેમ દરેક હિંસા અને અધર્મ પ્રત્યે આત્મભાવમાં ગૃહણા જ હોવી જોઇએ. ભલેને પછી ત્યારે વિરોધ કરવો શકય ન હોય. જયોતિષ શાસ્ત્ર જૈન ધર્મમાં જે કર્મ ભવિષ્યમાં ઉદય આવવાનાં હોય તેને પણ તપ દ્રારા વહેલાં ઉદયમાં લાવી નિર્જરા કરાય છે. આ જયોતિષ શાસ્ત્રથી આખી ઊંધી પ્રક્રિયા છે. આવી રહેલી આપતિને પાછળ ઢકેલવામાં માનનાર જયોતિષ શાસ્ત્ર એક પાપશાસ્ત્ર છે. મનુષ્ય ભવમાં કર્મનું લેણું ચુકવવાની શક્તિ હોવા છતાં તેને સાથે ફેરવી ચક્રવર્તી વ્યાજ સાથે ચુકવવું એ મહામૂર્ખતા છે. એ કર્મઉદયનાં સમયે જો ધર્મની સમજ કે મનુષ્ય ભવ નહિં હોય તો જીવ બીજા અનેક કર્મ બાંધી લેશે. તથા આવા કોઈ જયોતિષ પાપશાસ્ત્રનું હાલમાં અસ્તિત્વ પણ નથી. આ બધું વંશ પરંપરાથી પેટીયું રળવા માટે હસ્તગત કરાયેલી વાકપટુતા માત્ર હોય છે. જેનો અંધશ્રધ્ધાળુઓ ભોગ બને છે. શું લગ્ન વખતે કુંડળી મેળાપ કરાવનારાઓ કયારેય હસ્તરેખા નિષ્ણાંત પાસે પોતાના સંતાનના ભાવી જીવનસાથીની આયુષ્ય રેખા જોવાનો આગ્રહ રાખે છે? નહિંજ ને! તેથી આ એક ગાડરીયો પ્રવાહ એટલે કે લોકસંજ્ઞાથી, દેખાદેખી માત્રથી ઉભી થયેલી પ્રથા છે. નરકની સાબીતી. આ સમસ્ત સંસાર દુઃખમય છે. જીવોનું વિભાજન જૈન આગમોમાં 24 દંડકની રીતે પણ કરવામાં આવે છે. આ દંડક એટલે દંડાવાના સ્થાન(કારાગ્રહ), અહીં બધાજ જીવો કોઇ ને કોઇ પ્રકારે દુઃખ ભોગવી રહ્યા છે ત્યારે નરકની સાબીતી માંગનારને અન્યત્ર કયાંય નરક શોધવાની જરૂર નથી. ફકત પોતાની આસપાસ જ જ્ઞાનપુર્વક અવલોકન કરતાં બહુબધી જગ્યાએ આ નરક સાક્ષાત જોવા મળશે. જૈન ભુગોળમાં વર્ણવેલ નરકને જોવાની આપણામાં શકિત નથી. તોય આસપાસમાં રહેલા જીવોના એ નરક તુલ્ય દુઃખો જોવાથી તેની કલ્પના તો થઇ જ શકે છે. એકેન્દ્રીય વાળા જીવોથી શરુઆત કરીએ તો વનસ્પતિકાયમાં જીવ છે તે વિજ્ઞાને પણ સાબીત કરી આપ્યું છે. આ વનસ્પતિકાયનું છેદન ભેદન મનુષ્ય અને અન્ય પ્રાણીઓ સતત કરતાં હોય છે. મનુષ્યો આહારને માટે તેના જીણા જીણા કટકા કરી નાખે છે, મીલ્ચર ગ્રાઈન્ડરમાં પીસે છે. ચક્કીમાં દળે છે, ઘાણીમાં પીલે છે, તેમને જીવતાં ઉકળતા તેલમાં નાખી તળે છે. છંદો બનાવે છે, ધાણી બનાવવા જીવતાં જ શકે છે જ્યાં અસહય ગરમીથી ફાટી પડે છે. ખાંડણીમાં કૂટે છે, રેફ્રીજરેટરની ઠંડીમાં ઠુઠવી નાખે છે. સખત ગરમીમાં તડકે સુકવી પ્રાણ રહીત કરી નાખે છે. જીવતાં જીવોમાં મીઠું મરચું લગાડી રાખી મુકે છે, તેમાં ઘણા કાળ સુધી પીડા ભોગવી આ જીવો મૃત્યુ પામે છે. અન્ય સ્થાવર જીવો પૃથ્વી,પાણી,અગ્નિ, અને વાયરાના જીવો પણ સતત હણાતા રહે છે. પણ નરકની સાબીતી માંગનાર જીનવચનમાં શ્રધ્ધાવંત ન હોવાથી આ જીવોના અસ્તિત્વમાં પણ શંકાશીલ હોય છે. તે સ્થાવર જીવોના દુઃખની વાત તેમના આગળ કરવી નકામી છે. જેમ કોઈ જન્મથી અંધ, બહેરા મુંગા મનુષ્યને કોઈ કાપે, છેદે, ભેદે, તેના માથા પર હથોડાથી પ્રહાર કરે, તો તેને વેદના તો થાય જ છે. પણ તે ચીસ પાડી શકતો નથી, કશું કહી શકતો નથી. તેમ એકેન્દ્રીય અને વનસ્પતિકાયના જીવોને પણ તેવીજ પીડા તો થાય Page #319 -------------------------------------------------------------------------- ________________ jainology 319 આગમસાર છે પણ એ નરક તુલ્ય વેદનાને તેઓ ચીસો પાડી વ્યકત કરી શકતા નથી. તળાયા શેકાયા પછી તેઓ પ્રાણરહીત થઈ ગયેલા તો પ્રત્યક્ષ જોઇ શકાય છે. - ત્યાર પછી વિકલેનદ્રીય જીવો એટલે કે ત્રસકાયમાંના હાલી ચાલી શકતાં બેઈન્દ્રીય, ત્રણઈન્દ્રીય, ચારઇન્દ્રીય વાળા જીવો. આ જીવો પ્રત્યક્ષ હલનચલન કરતાં દેખાય છે. પ્રાણી જગતમાં દરેક જીવ એક બીજાનું ભક્ષણ કરી જીવે છે. મોટા પ્રાણીઓ નાના જીવોને આહારને માટે મારે છે. મનુષ્ય પણ રેશમ માટે કોશેટાઓને જીવતાં ગરમ પાણીમાં ડુબાડીને રેશમના તાતણાં ભેગા કરે છે. ચીન જેવા દેશમાં અનાર્ય લોકો ઘણાં બધા વિગલેન્દ્રીય જીવોને જીવતાં તળી શેકીને ખાઈ જાય છે. ગાડીના પૈડા નીચે અને પગ નીચે કચડાઈને તેમાનાં ઘણા જીવો મરે છે. તથા ઉધઇ, વાંદા, મચ્છર જેવા જીવોને મનુષ્ય કાતીલ ઝેરના પ્રયોગથી મારે છે. અનાજમાં પડેલી જીવાતો કે ઇયળોને જીવતાં પીસી નાખે છે. કયાંક વળી મેદો બનાવતી ફેકટરીઓમાં તેઓને પાણીમાં ડુબાડી મારી નંખાય છે. આ દરેક જીવોમાં ચેતના-જીવ રહેલો છે. આ જીવ કે ચૈતન્ય શકિત એક જ પ્રકારની છે. બધા જીવોમાં આત્મા સમાન અને એક જ પ્રકારનો છે. પુનર્જન્મ અને પૂર્વજન્મમાં માનનારા તથા 84 લાખ જીવાજોનીમાં ફરી ફરી જન્મ લઈ રહેલા આત્મા તત્વમાં માનનારાઓ આ જીવોનું અવલોકન કરતાં, નરકની સાબીતી પ્રત્યક્ષ મેળવી શકે છે. જે જીવો આત્મા તત્વને જ માનતા નથી, પુનર્જન્મ અને પૂર્વજન્મને જ નથી માનતા, કર્મ અને ધર્મને પણ નથી માનતા તેમને નરકની સાબીતી આપી શકાતી નથી. આત્મા તત્વની નિત્યતા તથા કર્મ જગતમાં માનનારાઓ જ આ નરકને જોઇ શકે છે. વિકલેન્દ્રીયના જીવો પછી પ્રાણી જગત પર નજર કરતાં, આ પ્રાણી જગત પણ સમસ્ત દુઃખમય જ દેખાય છે. પશુઓ સ્વાર્થી મનુષ્યની કેદમાં તો દુઃખી હોય જ છે. પણ જંગલમાં મુકત પણે વિચરી રહેલાઓના દુઃખોનો પણ પાર નથી હોતો. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, બીમારીઓ, હાથ પગના હાડકા ભાંગી જવા, શિકારી પશુઓ તરફથી મૃત્યુનો સતત ભય. અરે શિકારી પશુઓના દુ:ખનો પણ પાર નથી હોતો. હંમેશા તેમને પણ ખોરાક નથી મળતો. કેટલાક પશુઓમાં સ્વજાતી વૈર એટલે કે આપસમાં આધિપત્ય માટે કે અન્ય કારણોસર પશુઓ સ્વજાતીના નાના બચ્ચાઓને મારી નાખે છે. તથા આપસમાં પણ અથડામણો થતીજ રહે છે. ભૂખ તરસ અને બીમારીઓથી મૃત્યુનું પ્રમાણ પશુઓમાં સૌથી વધારે હોય છે. મનુષ્યને આશ્રિત પશુઓમાં પણ સ્વાર્થ ન રહે તો મનુષ્ય તેમને રઝળતા મુકી દે છે. પછી કચરામાંથી વીણીને તે જાનવરો ભૂખ ભાંગવાની કોશીશ કરતા હોય છે. નાની વાછરડીઓ પણ દુધ ન આપે ત્યાં સુધી ૨ઝડપટી કરીને જ ખાય છે. ( પુરાણ કાળથી મનુષ્ય પણ પશુઓની હત્યા આહારને માટે અને શિકાર જેવા શોખને માટે કરતો આવ્યો છે. આધુનીક જમાનામાં મરઘાઓ, બતકો, મગર અને કાચબાઓના ઉછેર માંસ મેળવવા માટે કરવામાં આવે છે. ગરમ મીણમાં ડુબાડી તેમના પીછા ઉતાવામાં આવે છે. જીવતા વાછરડા ઉપર ગરમ પાણી રેડી તેનું મુલાયમ ચામડું ઉતારવામાં આવે છે. કતલખાનામાં માથા પર મોટા હથોડાનો ઘણ(ડ્રીલ મશીન) મારી પશુને બેશુધ્ધ કરાય છે. આ એજ ડ્રીલ મશીન હોય છે જેનાથી પથ્થરો ફોડવામાં આવે છે. આ પશુઓના ચિત્કારો સાંભડો તો નરકની સાબીતી પછી કયારેય ન માંગો, તો હે પ્રજ્ઞાવંત મનુષ્ય હજી પણ શું તને નરકની સાબીતી જોઇએ છે? અન્યત્ર કયાંય નરક છે કે નહિ તે બાબત તને શંકા હોય, પણ તારી સામે નજરે દેખાતી આ નરકને તો તું અણદેખી ન જ કરી શકે. મનુષ્યો પણ મોટાભાગનાં દુઃખી જ હોય છે, અથવા આયુષ્યનો ઘણો ભાગ દુ:ખમાંજ વિતે છે. લડાઈ વખતે લાખોગમે મનુષ્યો યુધ્ધના મેદાનમાં મરે છે વળી બીજા શહેરોમાં બોંબવર્ષાથી મરે છે. મહાસંહારક અણુબોમથી થયેલી જાનહાની અને તેમાં લાખો લોકો જીવતાં બળીને મરી ગયેલા કહેવાય છે. કેદખાનામાંના કેદીઓ તથા યુધ્ધબંદીઓ પર પાશવી અત્યાચારો કરી મારી નંખાય છે. બધા મનુષ્યો તંદુરસ્ત પણ હોતા નથી. આંધળા, બહેરા મુંગા, અપંગ તથા બીમારીથી હોસ્પીટલો હંમેશા ભરેલી જ હોય છે. જન્મ મરણની વેદનાઓ તથા વૃધ્ધાવસ્થાના દુઃખોનો પણ પાર નથી, તથા ગરીબાઈને કારણે બધાને પુરતું અન્ન પણ મળતું નથી. વળી કેટલાંક દિવસભર કાળી મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. શ્રીમંતો પણ સતત દિવસ રાત માનસિક તાણ વેઠી પૈસો કમાય છે. પછી તેઓ પણ અનેક બીમારીઓના ભોગ બની ડોકટરોના દરવાજે પગથીયાં ઘસતા જોવા મળે છે. પરિગ્રહને કારણે સતત ભયમાં તેઓ જીવે છે. વળી પૈસા માટે કુટુંબ કંકાસ પણ શરૂ થઈ જાય છે. જાંઝવાના જળ જેવા સુખની પાછળ દોળતા દોળતા તે પણ સુખની શોધમાં જ રામશરણ થાય છે. ઘરડા માબાપને પણ કોઈ લાકો છોડી દે છે, વૃધ્ધાવસ્થામાં કુટુંબ હોવા છતાં ઘણા લોકો એકલા અટુલા જીવન જીવતાં હોય છે. વૃધ્ધાશ્રમો પણ આવા દુઃખીજનોથી ભરેલા રહે છે. આમ આ સમસ્ત સંસાર દુઃખમય છે. સંસાર અને મોક્ષનું પ્રાથમિક જ્ઞાન જીવ અને આત્મા તત્વને માનવા વાળા, પૂજન્મ અને પૂર્વજન્મને માનવા વાળા, પાપ અને પુન્યને માનવા વાળા, આત્માની નિત્યતાને પણ માનવા વાળા કેટલાક મોક્ષની જરુર શું છે? એવો પ્રશ્ન ઉઠાવે છે. સંસારથી મોક્ષ-મુકિત શા માટે? આ પ્રશ્ન અનેક જીવોને ઉપસ્થિત થાય છે. એ વિચાર અને ચિંતનથી બે તત્વોનું અસ્તિત્વ જણાય છે, એક સંસાર અને બીજું તેનાથી મુકિત એટલે કે મોક્ષ. આ બે તદન વિરોધી તત્વો છે, જેમાં એકનાં અભાવમાં જ બીજાનું અસ્તિત્વ છે. તેમાં સમાનતામાં ફકત એક જીવઆત્મા તત્વ છે, જે બંનેમાં રહેલો છે. (અજીવને માટે મોક્ષ કે સંસાર શબ્દનો કોઈ ભાવ અર્થ થતો નથી.) તે સિવાય બેઉ તદન વિરોધી ગુણધર્મ વાળા છે. તેથી બેઉનું નિર્માણ પણ તદન વિરોધી ઘટકોથી થાય છે. જીવ એકની નજીક થતાં ખરેખર બીજાથી દૂર થાય છે. જેનાથી સંસાર બનેલો છે તે મોક્ષનું કારણ નથીજ બનતો અને જેથી મોક્ષ થાય છે તે ઘટકો સંસારના કાર્યથી ભીન્જ રહેવાનાં, કારણ કે બેઉ જીવની તદન વિરાધી પર્યાયો છે. તેથી એકની બીજામાં જરા પણ ભેળસેળ શકય જ નથી. મોક્ષનો રસ્તો મોક્ષમાર્ગ જીન પ્રરૂપિત છે, તે સિવાય અન્ય કોઈ માર્ગ નથી. તેનું નિર્માણ પણ જીવના મૂળભૂત ગુણો સિવાય અન્ય કશાથી થઈ શકવાનું નથી. Page #320 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 320 તો હવે પ્રશ્ન એ થાય છે કે જીવાત્માને આ બેમાંથી શું મેળવવા જેવું છે? અને શું છોડવા જેવું છે? સૌ પ્રથમ એ વિચાર જાણવો કે સંસારના દરેક પ્રાણી, જીવને સુખ પ્રિય છે, દુઃખ દરેકને અપ્રિય છે. આ સુખ અને દુઃખ પણ કોઈ કાલ્પનિક શબ્દો નથી, તેનું અસ્તિત્વ સ્વયંના અનુભવથી સિધ્ધ છે. કોઇ પુન્યના ઉદયવાળા જીવો સંસારની સામાન્ય સુખસુવિધાઓ માં મુંજાઈ જઈ દુઃખનું અસ્તિત્વ જ નકારે છે. તેમના મતે દરેક જીવ સુખીજ છે. જાનવર પોતાની રીતે ખાઈપીને સુખી છે, તે તેનું જીવન જીવે છે. આપણે આપણું જીવન જીવીએ છીએ. તો પ્રથમ હવે દુઃખનું અસ્તિત્વ સાબીત કરવું રહયું. ત્યાર પછી સંસારમાં તેનું પ્રમાણ કેટલું છે તેનો વિચાર કરીશું. ત્યાર પછી આ દુઃખનો રેલો આપણા પગ નીચે કેટલી ઝડપથી આવે છે તે જોશું. દુઃખનું અસ્તિત્વ: પોતાને સુખી માનવા વાળા, અને આ સુખ કાયમ ટકશેજ એવી આશા કે ભ્રમમાં રહેનારાઓ એ દુઃખને જાણવું જરુરી છે. આમ તો દુઃખ એકજ પ્રકારનું છે જે જીવને અપ્રિય છે. પણ વિસ્તારથી સમજવા તેના જ્ઞાનીઓ દ્રારા ત્રણ ભેદ કરવામાં આવેલા છે. આધિ, વ્યાધિ અને ઉપાધી. આધિ એ દુઃખ છે જે દરેકને લાગેલાજ પડ્યા છે. જેમકે જન્મ, મરણ, વૃધ્ધાવસ્થા, ભૂખ તરસ, ઠંડી ગરમી, અણગમો, સંયોગ વિયોગ, નિંદ્રા અનિંદ્રા, ભય-(મૃત્યુનો,રોગનો,અપયશનો,આજીવિકાનો,પરલોકનો). વ્યાધી એટલે રોગ. નાના મોટા રોગ, અકસ્માતો, ભૂખ અને તરસ પણ વ્યાધીમાં આવી શકે, કારણકે તેનો ઉપચાર થઈ શકે છે. ઉપાધી - આ ઉપાધી સ્વયંના કાર્યથી વહોરેલી હોય છે. ઝગડાઓ, ખટપટો, પોતાની જરુરીયાત કરતાં વધારે ધન ભેગું કરવા કામકાજ વધારવું, અનેક પ્રકારનો પરિગ્રહ અજીવનો અને સજીવનો(પત્નિ,બાળકો)તે ભેગું કરવું, મેળવવાનો સંકલ્પ,ન મળે કે છુટી જાય તો શોક કરવો, મનોરમ્ય દ્રશ્યો જોવા જવું અને તેમાં અનેક પ્રકારની અસુવિધાઓ,થાક,અગવડો ભોગવવી. સુક્ષમ દ્રષ્ટિથી જોતાં સંસારની ઘણીખરી પ્રવૃતિઓ બધી આ ઉપાધી વિભાગમાં આવે છે. આમાંના મોટા ભાગનાં દુઃખ દરેક પ્રાણીને જીવન પર્યંત લાગેલાજ પડ્યા હોય છે. આ સંસાર છે, જેમાં માની લીધેલા સુખોના પણ ફકત છાંટાજ હોય છે. દુઃખનું પ્રમાણ : ચણ નાખવા જઇએ ત્યારે પક્ષીઓ મૃત્યુના ભયથી ઉડી જાય છે.ખાતી વખતે મૃત્યુનો ભય અને તે પણ અનુકંપા ભાવથી ચણ નાખવા આવેલા તરફથી, તો અન્ય હિંસક પશુઓનો અને પ્રાકૃતિક આફતોનો ભય કેટલો? ઠંડી ગરમી ભૂખ તરસ દરેક પ્રકારની તકલીફો મૂક બની સહન કરવી. રોગ વખતે ઉપચાર નહિં. આ પ્રાણી જગતના વણલખ્યા નિયમો છે. સમયથી પહેલા, પોતાની જરુરીયાત કરતાં વધારે અને અને અનેક પ્રકારની વાનગીઓ હાજર. મહિનામાં કયારેક જ ખરેખર ભૂખનો અનુભવ કરનાર. આવા પ્રકારના પુન્યના ઉદય વાળા મનુષ્યને શું ખબર પડે કે ખાતી વખતે મૃત્યુનો ભય શું અને કેવો હોય? ત્યારે બે-ચાર દાણા કેમ ચણાય? તરસથી વ્યાકૂલ જીવ, મગરની ખબર હોવા છતાં, બેઉ તરફ મૃત્યુ જાણી છેવટે પાણીમાં મોટું નાખે છે અને તરત મગર તેની ગરદનમાં દાંત ખપાવી પાણીમાં ખેંચી જાય છે. આ બધામાં મારો આત્મા છે. તમારો આત્મા છે. આ બધાજ તારા પૂર્વના સ્વરુપ છે કે પછીના સ્વરૂપ હોઈ શકે છે. આવી રીતે પૂર્વના ભવમાં જીવ કેટકેટલા દુઃખો–વેદનાઓ સહન કરી આવ્યો. ચોર્યાશી લાખ જીવાજોનીમાં માનનારા અને પ્રભુ મહાવીરનાં ધર્મમાં માનનારા ઓ એ વિચારવાનું કે આમાંનો પ્રત્યેક જીવ તે પોતેજ છે. અને જો હવે મોક્ષ તરફ પ્રયાણ નહિં કરે તો કાલે તે પોતે પણ આજ દુઃખો ભોગવશે. ભૌતિક સગવડોમાં મૂઢ બનેલો માનવી સ્થાવર જીવોનાં અસ્તિત્વમાં શંકા કરે છે. વિગલેન્દ્રીય જીવોનાં દુ:ખો જાણી શકાતા નથી, પણ સંજ્ઞિ પંચેદ્રીય જીવો જે આંખ કાન વાળા છે, મન અને સંવેદનાઓ વાળા છે. તેમના દુઃખો તો પ્રત્યક્ષ જોઈ શકાય છે. પાંગળા પોળોમાં અપંગ અને બીમાર પશુઓનું દુ:ખ જોવા એકવાર અવશ્યથી જવું. જો અહિંસાધામમાં આટઆટલી મહેનત, અનુકંપા અને સારવાર પછી પણ પશુઓના દુઃખોનો પાર નથી તો કતલખાને લઈ જવાતાં જાનવરોનાં દુઃખો તો જેનોથી જોઇ પણ ન શકાય તેવા હોય છે. ગામડે થી પશુઓને જયારે શહેરોમાં લાવવામાં આવે છે ત્યારે અનેક દિવસ ભૂખ તરસમાં વિતે છે. ત્યાર પછી પણ કસાઈવાડે જાનવર મરી ન જાય તેટલોજ ખોરાક અપાય છે. કતલખાનામાં કપાતા જાનવરોની ચીસોની તો કલ્પનાજ ન કાય. તે સિવાય પણ છોલાઈ ગયેલી ચામડી પર ચાબકનો માર ખાઈ ઘોડાગાડી ખેંચી રહેલો ઘોડો હોય કે મહાવતોનાં અંશોના માથા પર ઘા ખાઈ વશમાં રહેનાર હાથી હોય, પ્રાણી જગતમાં દુઃખોનો પાર નથી. જંગલનાં મુકત જાનવરો પણ અનેક કઠીનાઈઓ, ભૂખ તરસ, ભય અને બીમારીઓ વચ્ચે જીવે છે. અકાળે અવસાન પામે છે. જરાક કાંકરી મોઢામાં આવતાં અનાજ ખવાતું નથી તો રોજેરોજ જમીન પરથી ખાનારનું દુઃખ કોણ જાણી શકે? ફકત સર્વજ્ઞ જ્ઞાની ભગવાન જ. આ બધાજ બોલી શકતા નથી પણ તેથી એમ ન સમજવું કે તેઓ દુઃખી નથી. મનુષ્ય જેવી માનસીક ચિંતાઓ તેમને ન હોય તોય તેમના દુઃખોનો પાર નથી. અરે મનુષ્યો પણ કયાં બધા પુન્યના ઉદયવાળા છે ? અને જે છે તેમના પુન્યનો ઉદય પણ કયા કાયમનો ઇ ભૂતકાળ પર નજર કરતાં દુ:ખોના અસ્તિત્વની સાબીતી મળી જશે. જરુર છે ફકત એ બધું જોવાની દ્રષ્ટિની. જીણવટથી નિરીક્ષણ કરતાં સંસારનું સ્વરુપ અવશ્યથી સમજાઈ જશે. સ્થાવરકાયના દુ:ખો જીનેશ્વર પ્રરુપત ભાવ એ છે કે જેમ કોઈ બહેરા મુંગા માનવીને માથા પર લોઢાનો ઘણ મારવામાં આવે તો તે ચીસ નથી પાડી શકતો પણ તેને પીડા તો થાય જ છે. તેનાથી અનેક ઘણી વેદના એકેદ્રીયના જીવોને સ્પર્શ માત્રથી થાય છે. આ જ્ઞાન ઉપયોગદશા રાખવાથી જ ટકી શકે છે. સતત એકેદ્રીયના આરંભમાં પ્રવૃત રહેનાર જીવ-અજીવનું જ્ઞાન પણ ખોઈ બેસે છે અને જીન પ્રરપીત ભાવોમાં શંકા કરવા લાગે છે. તેનો આત્માનો અનકંપા ભાવ પણ નષ્ટ થઇ જાય છે. આજ કારણ છે અગ્નિકાયનો સંઘટો ત્યાગવાનો. જયાં અગ્નિ છે ત્યાં નિયમથી વાયુકાયની હિંસા થાય છે. વાયુકાયનાં જીવો સૌથી સુક્ષમ હોવાથી તેમની દયા પાળવી સૌથી અઘરી છે. માઇક વાપરવાથી શ્રોતાઓ દૂર સુધી શાંભડી શકે છે. અમારી સેલવાળી કાંડા ઘડીયાલ કે મોબાઇલથી કોઇને શું તકલીફ થાય છે? આવી વાતો કરનાર જીવ તત્વથી અને જીનેશ્વર પ્રરુપીત ભાવોથી અજાણ હોય છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ 321 jainology આગમસાર જીવનું ત્રસપણે બે હજાર સાગરોપમ અને સંક્ષિપણું એક હજાર સાગરોપમ ઉત્કૃષ્ટ હોઇ શકે છે. આમાં પણ સારા મનવાળા મનુષ્યના ભવ તો કોઇકજ પામે છે. મનુષ્ય મરીને મનુષ્ય થાય છે આ એક બ્રામિક માન્યતા છે. બધા દેવોને પણ મનુષ્યનો ભવ નથી મળતો. ઘણાખરા બધાજ દેવો પશુપક્ષી તથા પૃથ્વી, પાણી, વનસ્પતિમાં પછીનો ભવ પામે છે. જે મોક્ષની ચાહ અને મોક્ષની રાહ પર છે તેજ સદગતી અને પરિણામે મોક્ષ-મુકિત પામે છે. કોઈ એમ કહે કે અમે સારા કર્મો કરીએ છીએ તો દુર્ગતી કેમ થશે? તો તે કર્મબંધના કારણોથી અજાણ છે. પાપકર્મ(મોટા કમ) અને કર્મ એમ બે પ્રકારના કર્મ જીવને લાગે છે. તેમાનાં બીજા પ્રકારનાં કર્મ તો દરેક અસંત(જે સાધુ નથી) તેને લાગે છે. જીવની ત્રસ પર્યાય અને સંક્ષિપણાનો કાળ પૂરો થઈ જતાં સ્થાવર અને વિગલેદ્રીયનાં ભવો મળે છે. અહિં જે મોક્ષનો ઇચ્છુક અને મોક્ષમાર્ગ પર નથી, તેને તેનું સારાપણું બચાવી શકતું નથી. ફકત કર્મ નિર્જરા કરનાર અને મોક્ષમાર્ગ પર ચાલનારજ સંસારનો અંત કરી આ દુ:ખોથી બચી શકે છે. અન્યથા સંક્ષિપણાનો કાળ પૂરો થતાં તે અવશ્ય દર્ગતિનો મહેમાન બની જાય છે. તેથી આ સમસ્ત સંસાર દુઃખોથી વ્યાપ્ત છે. આયુષ્ય કર્મ , શરીર અને પરિગ્રહ તેના કારણો છે. આ કર્મોથી મુકાવું , અશરીરી થવું અને પુદગલ માત્રના પરિગ્રહથી રહિત-અનાસકત થવું એ સંસારથી મુકિત-મોક્ષ છે. સંસાર અને મોક્ષ જીવની એકબીજાથી તદન વિપરીત અવસ્થાઓ છે. તેથી તેમની પ્રાપ્તિ, નિર્માણ જે કારણોથી થાય તે કારણો પણ એકબીજાથી તદન વિરોધી હોવાનાજ. જેનાથી સંસારનું નિર્માણ થાય તેનાથી મોક્ષનું ન થાય અને જેનાથી મોક્ષ થાય તેનાથી સંસાર ન થાય. કોઈ એમ કહે કે ટીવી જોવાથી અમને દુનિયાનું જ્ઞાન મળે છે, મોબાઇલથી કેટકેટલી સુવિધાઓ થાય છે. ભણતરથી જીવન સુખી થાય છે. પૈસો જીવન સરળ બનાવે છે. પણ આ બધોજ સંસાર છે. આ બધા સંસારના ઘટકો છે. તેનાથી સંસાર બનેલો છે. રોટલી બનાવવા જે પાણી લોટ કે નમક જોઈએ તેજ જોઇએ. કોઇ ધનીક પણ તેમાં સોનું કે હીરા નથી નાખી શકતો. ગરીબનું ઘર હોય કે ધનીકનું રોટલી ફકત તેના ધટકોથીજ બને છે. મોક્ષ - સંસારથી મુકિત પણ જે ઘટકોથી થાય છે તેજ તે માટે ઉપયોગી છે. તે સિવાય જે પણ છે તે ફકત સંસારના ઘટકો છે. અને અંતે તે બધા સંસારના એટલે કે દુ:ખના કારણો છે. ભલે આજે મોક્ષની અવસ્થાથી આપણે પરિચીત નથી પણ પ્રભૂ મહાવીરનો બતાવેલો ધર્મ અને મોક્ષમાર્ગ તો આપણી પાસે છેજ. તો જે જૈનો છે, જે જિન મહાવીર પ્રરુપીત ધર્મમાં માને છે, તેમના માટે ભગવાને પ્રરુપેલો મોક્ષ અને તે માટેનો મોક્ષમાર્ગ શ્રધ્ધવા યોગ્ય છે. આજે ભલે સંસારના કાદવમાં ખૂંપેલા હોઇએ, તેને છોડવા સમર્થ ન હોઇએ. પણ તે સંસારની નરવી વાસ્તવિકતાનું જ્ઞાન મેળવવું જ જોઈએ. મોક્ષની અવસ્થા અને મોક્ષ માર્ગનું જ્ઞાન પણ મેળવવું જોઇએ. જો જ્ઞાન હશે તો તેવા ભાવ થશે, તેવા વિચાર થશે, મોક્ષની ઇચ્છા થશે અને પરિણામે તે માર્ગ પર આગળ પણ વધાશે. આગળ વધી રહેલા જીવોને સમજી પણ શકાશે. તેમના પ્રત્યે અહોભાવ થશે. પોતે પણ માનવ હોવાથી મોક્ષ માટે સમર્થ હોવાની પ્રતિતી થશે. તે માટેના પુરુષાર્થ માટે પ્રેરણા મળશે. મનુષ્ય જન્મ અને જૈન ધર્મની દુર્લભતા. અનંત કાળ અને અનંત ભવ ત્રિમંચના કરતાં કયારેક તેમાં વચ્ચે કોઇ ભવ દેવનો થાય છે. આવા અસંખ્ય દેવોનાં ભવ થઈ જાય તેટલા કાળમાં વચ્ચે કયારેક જીવનો નરકનો ભવ થાય છે. આવા અસંખ્ય નરકનાં ભવ થઈ જાય તેટલા કાળમાં જીવ એક મનુષ્યનો ભવ સામાન્યતયા કરે છે. આવો દુર્લભ અને અલભ્ય મનુષ્યનો ભવ પણ અનાર્ય ક્ષેત્રમાં મળે તો કાંઇ ઉપયોગનો થતો નથી. હજારો દેશોની સામે ફકત સાળાપચીસ દેશ આર્યભૂમિનાં છે. આર્યભૂમિનાં પણ સર્વ મનુષ્યોને જૈન ધર્મ મળતો નથી. આમ મનુષ્યનો જન્મ, જૈન ધર્મ અને તે સાથેના બીજા સર્વ સંયોગો પ્રાપ્ત થવા એ જીવને માટે મહાભાગ્ય અને અનંત પુણ્યના ઉદયથી મળેલ મોક્ષ મેળવવાનો અમુલ્ય અવસર છે. આ તકને ઝડપી ઉતમ કરણીથી મોક્ષની સાધના જીવે કરી લેવી જોઇએ. પષ્યના સંજોગે ઉભી થયેલી સગવડો જેમ અન્ય પૈસો, ધન ધાન્ય, તંદુરસ્ત શરીર વગેરે પુણ્યના ઉદયથી સગવડો મળે છે તેમ અનુકુળ વર્તન કરતાં સગા સ્નેહી જનો પણ પુણ્યના ઉદયથી મળેલી અનુકુળતાઓ માત્ર છે. આજ્ઞાતિ પત્નિ કે વિનિત બાળકો એ સર્વે માત્ર પોતાનાજ પુણ્યના ઉદયથી મળેલી અનુકુળતાઓ સમજવી. એજ પુણ્ય જયારે પૂરું થાય છે ત્યારે વિનિત બાળકો પણ તરછોડી દે છે. માતા પુત્ર અને ભાઈ ભાઇના સંબંધો પણ કાયમના નથી હોતા. તેથી નિશ્ચયે આ બધાજ દુનવયી સંબંધો મિથ્યા છે. આસકિત પૂર્વક એ સંબંધોની જાળમાં ફસાવું નહિં. જેમ શરીર એકાંત હેય નથી પણ મોક્ષ માર્ગમાં ઉપયોગી થઈ શકે છે. તેમ જૈને ઘરમાં મળેલ જન્મ અને ત્યાંની અનકળતાઓનો ઉપયોગ મોક્ષ માર્ગ પર આગળ વધવા માટે કરવો જોઇએ. નહિ કે તેમાં આસકત થઇને જીવનનો આનંદ માણવામાં. નરક પરંપરાથી તો છે જ. સતકાર્ય કરતાં અને સાચા, સરળ સ્વભાવ મનુષ્યો વિચાર કરે છે કે અમને નરક શી રીતે મળી શકે? અમારા કર્મો તો દેવગતિને યોગ્ય છે. તો અમને નરકનો યોગ થવો શક્ય જ નથી. આ એક ભૂલભરેલી અને અજ્ઞાનવાળી માન્યતા છે. ભવ બદલાતાં જીવના સંસ્કારો બદલાઈ જાય છે. નવી જગ્યાએ નવા શરીરમાં ત્યાનાં વાતાવરણને અનુરૂપ જીવ થઇ જાય છે. જીવનાં હાલના કર્મો ભલે દેવગતિને યોગ્ય હોય, પણ દેવગતિ પણ શાશ્વત નથી. Page #322 -------------------------------------------------------------------------- ________________ 322 આગમચાર-પૂર્વાર્ધ ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી મોટા ભાગનાં બધાજ દેવો તિર્યંચગતિમાં જાય છે. તેનું કારણ એ છે કે મનુષ્ય સંખ્યાતા છે, દેવો અસંખ્યાત છે. તેમાં સંખ્યાતા આયુષ્ય વાળા પણ અસંખ્યાત દેવો છે. તેથી બધાજ દેવો મનુષ્યપણું મેળવી શકતા નથી. બીજું અસંખ્યાત કાળ સુધી દેવોને આશ્રવ બહુ વધારે હોય છે. મહાન પરિગ્રહ, અવ્રત અને મિથ્યાત્વને કારણે સારા, સાચા, સરળ મનુષ્યપણું જીવીને દેવ થયેલાઓના પણ પુન્ય ખતમ થઇ જાય છે. પુણ્યના ઉદય વખતે અનુકુળ સાધનો હોવાથી કષાયના ભાવોનો ઉપશમ દેખાય છે. પુણ્ય પુરું થતાં જીવન જરૂરી સાધનોની અછત અને પ્રતિકુળતાઓ આવે છે. ત્યારે આ દેખાતો ઉપશમ પણ નથી રહેતો, અછત અને પ્રતિકુળતાઓમાં ક્રોધ માયા લોભ પરિગ્રહ હિંસા, લડાઇ ઝગડા બધુંજ શરુ થઇ જાય છે. તિર્યંચના ભવમાં શરીર અને પર્યાવરણને અનુરૂપ જીવન જીવતાં, જીવન મરણની લડાઈ લડતા તેને પણ હિંસા કરવી પડે છે. આમ પરંપરાથી ભવભ્રમણ કરતાં કરતાં તેવા જીવોને પણ નરકનો સંયોગ થાય છે. આ નરકથી બચવાનો એકમાત્ર ઉપાય તે મોક્ષગતિ છે. જીવનું ત્રસપણું 2000 સાગરોપમ ઉત્કૃષ્ટ છે, તથા સંશિપણું તો ફકત 1000 સાગરોપમ કાળ ઉત્કૃષ્ટ છે. તેમાંથી કેટલો કાળ વહી ગયા પછી આપણો જીવ મનુષ્યપણું પામ્યો છે તે કોઈ નથી જાણતું. અને હવે હજી કેટલો કાળ સંક્ષિપણાનો બાકી છે તે પણ ખબર નથી. સારા, સાચા કર્મો કરનારનું પણ સંજ્ઞિપણાનો કાળ પૂરો થઈ જતાં, અસંશિપણું અને સ્થાવરકાયનાં જીવોમાં જન્મવું નિચિંત જ છે. જયાં મન જ નથી રહેતું ત્યાં સારા ખરાબનું ભાન કેવી રીતે રહેશે. આ સંક્ષિપણું પણ પ્રસસ્ત મનનું ઓછું જ હોય છે. બહુધા તો અનાર્ય પ્રદેશના કે સંક્ષિત્રિયંચના ભવો જ તેમાં થાય છે. આ ત્રિયંચનો ભવ આપણાથી એટલોજ નજદીક છે જેટલા તે ત્રિયંચો આપણી નજદીક છે. તેમને જોતાં, તેમની જગ્યાએ પોતાને કલ્પી જુઓ તો જગતમાં રહેલા દુઃખોનો ખ્યાલ આવશે. તેથી દુઃખથી, નરકથી અને સંસાર ચારગતિનાં ભ્રમણથી બચવાનો એકમાત્ર ઉપાય જલ્દીથી જલ્દી મોક્ષગતિ પામવી એજ છે. હમણાં પ્રાપ્ત થયેલું સંક્ષિપણું જાય તો પછી તે પાછું મળે તેમાં અનંત કાળ પણ નીકળી જાય. તેથી હમણાં આજ ભવથી મક્કમ નિર્ધાર સાથે મોક્ષમાર્ગ પર ચાલવાનું શરુ કરી દેવું જોઇએ. આ ભવમાં ભલે મોક્ષ નથી પણ દ્રઢ શ્રધ્ધાથી મોક્ષમાર્ગને અનુસરતાં જીવો નક્કી પરંપરાથી નજીકના ભવિષ્યમાં જ, એક—બે-ત્રણ કે ઉતકષ્ટ પાંચ-પંદર ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. માણસ માત્રને સમજવા જેવી એક નાનકડી કથા માણસ માત્ર જીવનમાં બસ દોડયે જ રાખે છે. થોડું વધારે. થોડું આગળ.... અને તૃષ્ણા તો લંબાતી જ જાય છે. છેલ્લે સુખી થવા માટે જે કાંઈ કર્યું કમાયા પામ્યા તે ભોગવીએ તે પહેલાં જ જીવનની સંધ્યા ઢળી જાય છે. હાથમાં કશું જ આવતું નથી. માણસ માત્ર અહીંથી ખાલી હાથે જ વિદાય થાય છે. એક સમ્રાટ પાસે પુષ્કળ જમીન હતી અને તે, જે એની શરત પૂરી કરે એને મફતમાં જ આપવા તત્પર હતો. શરત માત્ર એટલી જ હતી કે સૂર્યોદય થતાં જ પગપાળા નીકળી પડવાનું અને સૂર્યાસ્ત પહેલાં જ્યાંથી ચાલવાનું શરૂ કર્યું હોય ત્યાં ફરી પાછા પહોંચી જવાનું. આ દરમિયાન જેટલા વિસ્તાર પર વ્યક્તિના પગલા પડે એ તમામ જમીન એની પોતાની. એક માણસે રાજાની શરત મંજુર રાખી. અને બીજે દિવસે સવારે જ સૂર્યોદય થતાં એ નીકળી પડયો. થોડું ખાવાનું અને જરુર પૂરતું પાણી પણ એણે સાથે લઈ લીધું. ભૂખ-તરસ લાગે તો રસ્તામાં જ ચાલતા ચાલતા બધું પતાવી દેવાનું એણે વિચારેલું. જેટલી વધુ જમીન પર કબજો કરી શકાય એટલો એ કરી લેવા માગતો હતો. માત્ર એક દિવસનો તો સવાલ હતો. એટલે એણે ચાલવાને બદલે દોડવાનું જ શરૂ કર્યું. દોડવાથી ડબલ જમીન પર કબજો કરી શકાશે એમ માનીને એ તો ભાગવા જ લાગ્યો. મનમાં હતું કે બપોરના બાર સુધી આગળ આગળ જશે અને બાર પછી પાછો ફરશે. જેથી સૂર્યાસ્ત પહેલાં પાછા એ જ જગ્યા પર પહોંચી જવાય. પણ લોભને થોભ ઓછો હોય છે? બાર તો વાગી ગયા. માઈલો સુધી એ દોડી ચૂકેલો. પણ જેમ જેમ ચાલતો ગયો હરીભરી ઉપજાઉ જમીન સામે દેખાવા લાગી. થોડું વધારે થોડું હજુ આગળ એમ કરતાં એ દૂર નીકળી ગયો. પાછા ફરતી વખતે થોડું વધારે દોડી લઈશ. માત્ર એક દિવસની તો વાત છે ને એણે પાણી પીધું ન કશું ખાધું બસ દોડતો જ રહ્યો. વજન ઓછું હોય તો વધારે દોડાય એમ સમજીને સાથે લીધેલું પાણી તથા ખાવાનું પણ ફેંકી દીધું. ધખતી બપોરનો એક થયો. પણ પાછા ફરવાનું મન થતું નથી. આગળ આગળ ખૂબ સુંદર જમીન એને દેખાતી જાય છે પણ પાછા તો કરવું જ પડશે. એટલે બે વાગે માંડ પાછો વળ્યો. રસ્તામાં ગભરામણ પણ વધવા લાગી. સૂર્યાસ્ત સુધીમાં પાછા નહીં પહોંચાય તો?....એમ સમજીને એ વધુ ઝડપથી દોડવા લાગ્યો. પહોંચ્યા પછી જિંદગીભર બસ વિશ્રામ જ છે ને પૂરી તાકાત લગાવીને એ બમણી ઝડપથી દોડયે જ જાય છે. પણ હવે તો તાકાત જ ક્યાં હતી, હાંફી ગયું છે આખું શરીર. સવારથી સતત દોડયે જ જાય છે. અને હવે સૂર્યાસ્ત પણ થવાની તૈયારીમાં છે. સામે જ ગામ દેખાય છે. જ્યાંથી દોડેલો એ જગ્યા બસ બિલકુલ સામે જ છે. લોકોનું ટોળું પણ એકઠું થયું છે અને બધા જ એને પાણી ચડાવી રહ્યા છે કે દોડ ઝડપથી દોડ હવે બસ Page #323 -------------------------------------------------------------------------- ________________ આગમસાર jainology 323 પહોંચી જ ગયો છે. થોડી ઉતાવળ રાખ. અને એ રહી સહી શક્તિ સાથે શ્વાસભેર દોડી રહ્યો છે. હાંફી ગયું છે એનું આખું અસ્તિત્વ. પેલી બાજુ સૂરજ ડૂબતો જાય છે અને આ બાજુ એ સમગ્ર શક્તિ સાથે દોડી રહ્યો છે. મંજિલ બિલકુલ સામે જ દેખાય છે. મહેનત કરીને જે કાંઈ મેળવ્યું તે બસ હવે ભોગવવાનું જ છે ...પણ આ શું..દસ પંદર ગજનું માંડ અંતર હશે અને સૂરજ ડૂબી ગયો. ઘસડાત ઘસડાતો હાથ લંબાવીને એ પ્રારંભબિંદુ પર તો પહોંચ્યો પણ સૂરજની છેલ્લી કોર ડૂબી કે એનો શ્વાસ પણ અટકી ગયો. અતિશય શ્રમ અને છેલ્લી ક્ષણોની નિરાશાએ કદાચ એના હૃદયને આઘાત આપ્યો હશે. આખું ગામ ત્યાં હાજર છે અને આ એકની એક કથાને વારંવાર રિપીટ થતી જોયા કરે છે. જે કોઈ આવે છે તે દોડે છે તો ઘણું પણ સફળ થવાનો આનંદ કોઈ ભોગવી શકતું નથી. આ કહાની કોઈ એક વ્યક્તિની નહીં આપણી સૌની છે. થોડું વધારે ધન થોડી વધારે જમીન થોડું વધારે બેંક બેલેન્સ કે થોડું વધારે નામ - આ માટે સૌ દોડી રહ્યાં છે. બપોરના બાર વાગે કે મધ્યાન્હ થાય પાછા વળવાનું કોઈ નામ નથી લેતું. થોડો વિશ્રામ થોડી શાંતિ નિરાંતે જમવાનું કે આજુબાજુ જોવાનું પણ કોઈ નામ નથી લેતું. અને એક દિવસ સામે દેખાતી મંજિલ પર પહોંચીને જીવવાનું શરૂ કરે એ પહેલાં જ સંધ્યા ઢળે છે ને પ્રાણ પંખે ઊડી જાય છે. સરખી રીતે જીવવા માટે જે ધન કમાયા તે જીવવાનું હજુ શરુ થાય એ પહેલાં તો છોડવાનો સમય આવી જાય છે. નિરાંતે જીવવા માટે જે ઘર બનાવ્યું તેમાં હાશ કરીને થોડુંક જીવીએ એ પહેલાં તો દમ તૂટી જાય છે... માણસ માત્રની આ કથા છે અને તે સૌએ સમજવા જેવી છે. કર્મની વિવિધ અવસ્થાઓ કર્મની વિભિન્ન અવસ્થાઓ છે. મુખ્યરૂપે તેમનું આ અગિયાર ભેદોમાં વિભાજન થઈ શકે. 1) બંધ 2) સતા 3) ઉદવર્તન કે ઉતકર્ષ 4) અપવર્તન કે અપકર્ષ 5) સંક્રમણ ) ઉદય 7) ઉદીરણા 8) ઉપશમ 9) નિબ્બત 10) નિકાચિત 11) અબાધાકાળ. આમાંનાં આઠ(સતા,ઉદય,અબાધાકાળ સિવાયના) કરણ છે. કર્મ બંધ પછીનાં અબાધાકાળમાં આત્માનાં શુભ અશુભ ભાવથી કર્મમાં જે ફેરફારો થાય છે તેને કરણ કહેવાય. 1) બંધઃ આત્મા સાથે કર્મ પરમાણુંઓનો સંબંધ થવો, દૂધ પાણીની જેમ કર્મોનું આત્મા સાથે એક થઈ જવું. 2) સતાઃ બધ્ધ કર્મ જયાં સુધી ફળ આપીને આત્માથી અલગ ન થઈ જાય, ત્યાં સુધી તે આત્મા સાથે સંબધ્ધ રહે છે. તેને કર્મનું સતામાં રહેવું કહેવાય છે. 3) ઉદવર્તન કે ઉતકર્ષ આત્માનાં કષાયોનાં પરિણામો અનુસાર કર્મબંધ થાય છે ત્યારે સાથે સ્થિતિ અને અનુભાગનો પણ બંધ થાય છે.(કર્મબંધ વખતે ચાર વસ્તુઓ સાથે કર્મબંધ થાય છે.તે કર્મની પ્રકૃતિ એટલે કે પ્રકાર જ્ઞાનાવરણીય આદિ– તેનો જથ્થો એટલે કે પ્રદેશ-કર્મની તીવ્રતા એટલે કે અનભાગ–અને સ્થિતિ એટલે કે કર્મની કાળ મર્યાદા.) તે પછી તે કર્મના ઉદયમાં આવ્યા પહેલાં એટલે કે અબાધાકાળમાં તેના પર આત્માનાં ભાવ-વિશેષથી જે સમયે સમયે ફેરફારો થતાં હોય છે, તેમાં જે સ્થિતિ,રસ(અનુભાગ) વગેરેમાં વૃદ્ધિ થાય તેને ઉદવર્તન કે ઉતકર્ષ કહેવાય છે. 4) અપવર્તન–અપકર્ષઃ ઉદવર્તનથી વિપરીત જે શુધ્ધભાવ, કષાયોની મંદતા, શુભ આત્મ પરિણામોથી કર્મોની સ્થિતિ અનુભાગને અલ્પ મંદ કરાય છે, તેને અપવર્તન કહે છે. આ બેઉ અવસ્થાઓથી સારાંશ એ નીકળે છે કે સંસારને ઘટાડવું કે વધારવું તેનો આધાર પૂર્વકૃત કર્મોના જથ્થા પર નથી પરંતુ વર્તમાન અધ્યવસાયો પર વિશેષ આધારિત છે. મોક્ષ માર્ગ પર ચાલનારને પૂર્વના કર્મો અટકાવી શકતા નથી. મક્કમ નિર્ધાર સાથે તે માર્ગ પર ચાલનાર પૂર્વના સર્વ કર્મોને લાંઘીને-ઓળંગીને મોક્ષ તરફ ચાલી જાય છે. અનંત શકિતશાળી આત્મા તે અનંત ભવના ઉપાર્જીત કર્મોને ક્ષણમાં ભસ્મીભૂત કરી નાખે છે. 5) સંક્રમણ એક પ્રકારનાં કર્મોનું બીજા પ્રકારનાં કર્મો સાથે મળી જવું અથવા પરિવર્તીત થઈ જવું તેને કર્મોનું સંક્રમણ થવું કહે છે. 6) ઉદય: કર્મોન ફળ આપવું એ ઉદય છે. જો કર્મ પોતાનું ફળ આપીને નીર્જરે તો તેને વિપાક ઉદય કહે છે. અને ફળ આપ્યા વગરજ ઉદયમાં આવીને નષ્ટ થઈ જાય તો તેને પ્રદેશ ઉદય કહે છે. આમ થવાનું કારણ એ છે કે જયારે કર્મનો ઉદયકાળ હોય ત્યારે તથા પ્રકારનાં દ્રવ્ય,ક્ષેત્ર, કાળ,ભવનાં અભાવમાં તે કર્મો પોતાનું ફળ આપ્યા વગર નાશ પામે છે. ઉદાહરણ તરીકે મનુષ્યનાં ભાવમાં ઉદય આવનારા કર્મો તેને મનુષ્યભવ,મનુષ્ય શરીર,કાળક્ષેત્રને અનુરુપજ ફળ આપી શકે છે. પછી ભલે તે કર્મો દેવગતિને યોગ્ય હોય કે નરકગતિને યોગ્ય હોય કે ત્રિયંચગતિને યોગ્ય હોય. તે સમયે મનુષ્યગતિનાં પુણ્યનો ઉદય હોવાથી, સંક્રમણથી, નરકગતિને યોગ્ય અસાતા પણ ઉત્કૃષ્ટ ફકત મનુષ્યનું શરીર વેદના સહન કરી શકે તેટલુંજ કષ્ટ આપે છે. નરકગતિની ક્ષણની વેદના પણ મનુષ્યગતિમાં મૃત્યુ નીપજાવી શકે તેટલી હોય છે. આમ સદગતિનું પણ મહત્વ છે કે જીવ અનંત વેદનાથી બચી શકે છે. સમતાભાવમાં રહેલો સાધક અનંત અસાતાવેદનીય કર્મોની ઉદીરણા કરીને પણ તેને સમભાવે સાતાપૂર્વક નીર્જરીત કરી શકે છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 324 7) ઉદીરણા : નિયત સમય પહેલાં કર્મોનું ઉદયમાં આવવું તેને ઉદીરણા કહે છે. જેવી રીતે સમયથી પહેલાં પણ કૃતિમ રીતે ફળોને પકાવવામાં આવે છે. તેમ તપ સાધના દ્વારા ભવિષ્યમાં ઉદયમાં આવી શકે તેવા કર્મોને નિત સમય પહેલાં જ ઉદયમાં લાવી ક્ષય કરી નાંખવામાં આવે તેને ઉદીરણા કહે છે. 8) ઉપશમનઃ કર્મોની હાજરી હોવા છતાં તેમના ઉદયને નિસફલ કરી દેવું ઉપશમ કહેવાય છે. એટલે કે કર્મોની એ અવસ્થા જેમાં ઉદય,ઉદીરણા અને ઉદવર્તન થતાં નથી પરંતુ અપવર્તન અને સંક્રમણ થઈ શકે છે, તેને ઉપશમન કહે છે. જેમ અંગારા ઉપર રાખ ઢાંકી દેવાથી અગ્નિ ઉપશાંત થઈ જાય છે. પરંતુ જેવું રાખનું આવરણ હઠી જાય કે અગ્નિ પ્રજવલીત થાય છે. તેવીજ રીતે ઉપશમાં ભાવ દૂર થતાં ઉદયભાવ શરુ થઇ જાય છે. 9) નિધતઃ જે કર્મોમાં ઉદવર્તન અપવર્તન થવું સંભવ છે પણ ઉદીરણા અને સંક્રમણ ન થઈ શકે, તેવા રસથી બાંધેલા કર્મોને નિધતકર્મ કહેવાય છે. 10) નિકાચિતઃ જેમાં ઉદવર્તન, અપવર્તન, સંક્રમણ અને ઉદીરણા ચારેનો અભાવ થઈ ગયો હોય તેવા ગાઢ રસથી બાંધેલા કર્મોને નિકાચિત કર્મ કહેવાય છે. અર્થાત આત્માએ જેવી રીતે બાંધ્યા હોય, ઘણું કરીને તેવીજ રીતે તે ભોગવવા પડે છે. ભોગવયા વગર તે કર્મોની નિર્જરા કે પરિવર્તન થઇ શકતું નથી. 11) અબાધાકાળઃ કર્મ બાંધ્યા પછી અમુક સમય સુધી તેની ફળ ન આપવાની અવસ્થાને અબાધાકાળ કહેવાય છે. તે સમયે તે કર્મોનો પ્રદેશથી પણ ઉદય નથી હોતો. જેટલા સાગરોપમની સ્થિતિનાં કર્મ બાંધે તેટલા સો વર્ષ તેનો ઉતકૃષ્ટ અબાધાકાળ હોઈ શકે, ઓછામાં તે તરત એટલે કે અંતર્મુહુર્ત માત્રમાં પણ ઉદયમાં આવી શકે. ભગવતી સૂત્રમાં આઠ કર્મપ્રકૃતિઓ સાથે અબાધાકાળ પણ જણાવેલ છે. છે મિચ્છામી દુક્કડમ | જીન માર્ગથી ઓછું– અધિક– વિપરીત લખવાની કોઈ ઈચ્છા-હેતુ–પ્રયત્ન ન હોવા છતાં પ્રમાદ,અજ્ઞાન,મોહ, કે કષાયના કારણે કાંઈ લખાયું હોય તો અનંતા સિધ્ધ-કેવલી–ગુરુ ભગવંતની સાંખે તસ-મિચ્છા-મી-દુક્કડમ. Page #325 -------------------------------------------------------------------------- ________________ jainology 325 આગમસાર સુકૃત્યની અનુમોદના ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. * સર્વ અરિહંતોના વિતરાગ ભાવની, સિદ્ધ ભગવંતોના સિદ્ધ ભાવોની, આચાર્યોના આચારની, ઉપાધ્યાયોની સૂત્ર જ્ઞાન-દાનની, સાધુ-સાધ્વીઓની સમતાની અનુમોદના કરું છું. ધન્ય છે એ પંચ મહાવ્રતધારી આત્માઓ જે ચારિત્ર્યધર્મની મહત્તમ આરાધના કરી રહ્યા છે તથા શ્રાવક અને શ્રાવિકાઓ જે શુદ્ધ શ્રદ્ધાથી ધર્મકરણી કરી વિવિધ વ્રત પચ્ચખાણ અંગીકાર કરી પવિત્ર બન્યા છે એમની હું ત્રિવીધે ત્રિવીધે અનુમોદના કરૂં છું, ભલું જાણું છું. * ધન્ય છે એ પુણ્યશાળી આત્માઓને જેમણે સવારના ઉઠી પંચ પરમેષ્ટીનું સ્મરણ કરી, નિંદ્રાવિધિ કરી રાત્રી દરમ્યાન લાગેલા દોષોની આલોચના કરી છે. સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય આદિ ઉત્કૃષ્ટ ધર્મની આરાધના કરી છે. તેની હું ભાવપૂર્વક અનુમોદના કરું છું, ભલું જાણું છું. * ધન્ય છે એ જીવોને જેમણે પંચ પરમેષ્ટીને વંદના નમસ્કાર કરી વિનય ધર્મની આરાધના કરી છે. તથા જેઓ પંચ મહાવ્રતધારી ગુરૂ ગોરાણીના પ્રત્યક્ષ દર્શન કરી ધન્ય બન્યા છે એમની હું ખુબ ખુબ ભાવપૂર્વક અનુમોદના કરું છું. હું પણ કયારે એવો ભાગ્યશાળી બનું, એજ ઇચ્છા ચાહી રહ્યો છું. * ધન્યવાદ એમને જેમણે પંચ મહાવ્રતધારી સંત સતીજીઓને સુઝતું નિર્દોષ, આહાર, પાણી ઔષધ, પાટ-પાટલા આદી સુપાત્ર દાન વહોરાવી એમના સંયમ જીવનની અનુમોદના કરી છે. સુપાત્ર દાન જેવા ઉત્કૃષ્ટ દાનધર્મની આરાધના દ્વારા જેમણે પોતાને પવિત્ર બનાવ્યા છે મને પણ એવી જોગવાઈ મળે એજ અભિલાષા સેવું છું. આ લોકમાં થયેલા સંપૂર્ણ સુપાત્ર દાન તથા અભય દાનની હું ભૂરી-ભૂરી અનુમોદના કરું છું, ભલું જાણું છું, મને પણ એવો શુભ અવસર પ્રાપ્ત થાય એજ ઇચ્છા ચાહી રહ્યો છું. . * ધન્ય છે એ હળકર્મી આત્માઓને જેમણે વીતરાગવાણીનું અમૃતપાન શ્રવણ કરી પોતાને ઉજ્જવળ બનાવ્યા છે. તથા જેઓ જ્ઞાનભ્યાસ કરી રહ્યા છે. સ્વાધ્યાય આદી કરી આત્મજ્ઞાન મેળવી રહ્યા છે. તેમની હું અંત:કરણપૂર્વક અનુમોદના કરું , ભલું જાણું છું, મને પણ એવો શુભ અવસર પ્રાપ્ત થાય એજ ઇચ્છા ચાહી રહ્યો છું. * ખુબ ખુબ ધન્યવાદ એમને કે જેમણે રાત્રી ભોજનનો ત્યાગ કરી ચોખ્ખા ચૌવિહાર કર્યા છે, આવશ્યક પ્રતિક્રમણ કરી “સ્વ” મા પાછા ફર્યા છે, દિશીવ્રત અને રાત્રી વિધી કરી આત્મામાં સંસ્કાર અંકિત કર્યા છે, હું એની ભૂરી ભૂરી અનુમોદના કરું છું. ધન્ય હશે એ દિવસ જયારે હું પણ આવી વિતરાગ આજ્ઞાનું પાલન કરીશ, એજ ઇચ્છા ચાહી રહ્યો છું. * ધન્ય છે એ આત્માઓને જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇ જીવ પર ઉપકાર કરી તેને ધર્મ માર્ગ પર જવા પ્રેરણા આપે છે, તથા ડગતાને સ્થિર કરી નવાને ધર્મ પમાડે છે. હું એ દરેક આત્માઓનો ઋણી છું, જેને મારા પર ઉપકાર કરી મને ધર્મ માર્ગ પર જવા પ્રેરણા આપી છે. હું આજના દિવસમાં જે કાંઇ સુકૃત્ય ધર્મ આરાધના કરી શકયો છું એ બદલ હું પોતે ધન્યતા અનુભવી રહ્યો છું, અને રોજ વધારેને વધારે ધર્મ પુરૂષાર્થ આદરી આત્મ કલ્યાણ કરી શકું, એજ ભાવના ભાવું છું. સંપૂર્ણ લોકમાં થયેલ જ્ઞાન, દર્શન, ચરિત્ર અને તપની તેમજ સર્વે ધાર્મિક પ્રવૃતીઓની હાર્દિક અનુમોદના કરૂં છું. ભલું જાણું છું, મને પણ વધુને વધુ ધાર્મિક અનુષ્ઠાનનો કરવાનો શુભ અવસર પ્રાપ્ત થાય, એજ ઇચ્છા ચાહી રહ્યો છું. Page #326 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 326 | ભવ્ય જીવોએ રાતે સૂવાના સમયે નીચે પ્રમાણે કરણી ( વિચારણા) કરવી જોઈએ 1. હે જીવ! તું જાણે છે કે - જેનું કારણ હોય, તેવું જ કાર્ય થાય, કારણ કે કાર્યની વ્યવસ્થા કારણને જ આધીન છે. જે લીબડાનું બીજ વાવ્યું છે, તે તેમાંથી નીકળી થાય. ને શેલડીના વાવેલા બીજમાંથી શેલડી થાય તેવી રીતે દુ:ખનું જે ભેગવવું, તે કાર્ય છે. તેના હિંસાદિ કારણેને સેવનાર છે જ દુઃખી થાય છે, અહિંસા, સત્ય વચન, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ (સંવ), સમતા, સંયમ, ક્ષમા, નમ્રતા, સરલતા, વગેરે કારણેને સેવનારા પુણ્યશાલી ભવ્ય છે આ ભવમાં ને પરભવમાં જરૂર સુખી થાય છે. તેમને દુઃખ ભોગવવું પડતું નથી, કદાચ દુઃખને ભેગવવાનો સમય આવે, તે તે દુ:ખ લાંબા કાળ રહેતું જ નથી. એમ સમજીને અવિચ્છિન્ન પ્રભાવિશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્ર શાસનની પરમ ઉલ્લાસથી સાવિકી આરાધના કરીને મુક્તિના અવ્યાબાધ સુખ મેળવજે. આ રીતે નિર્મલ વિચાર ઉચાર અને આચાર રૂપ યોગને સાધનારા ભવ્ય છે જરૂર પિતાને અને બીજા જીનો પણ ઉદ્ધાર કરી શકે છે. છે, જે ભવ્ય ગષને તજે છે, તેઓ નિર્ભય બનીને વીતરાગ દશાને અપૂર્વ આનંદ ભોગવવા પૂર્વક સંસાર સાગરને પાર જરૂર પામે છે, 3, હું ત્રણ લેકના જીવોને પૂજનિક અને સર્વ પદાર્થોની સંપૂર્ણ સ્પષ્ટ બીના જાણનારા તથા યથાર્થ પ્રરૂપણ કરનારા શ્રી વીતરાગ તીર્થકર દેવને નમસ્કાર કરું છું. 4. જ્યાં મારા ધર્માચાર્ય (મને ધર્મના રસ્તે દોરનારા ધર્મગુરુ) વિચારીને અનેક ભવ્ય ને ધર્મોપદેશ દઈને સન્માગમાં જોડી રહ્યા છે, તે દેશ-ગામ-નગરને 5. હું શ્રી અરિહંત પ્રભુના શરણને અંગીકાર કરું છું. તે પ્રભુ રાગાદિ ભાવ ભાવને જીતનારા છે, વિશ્વમાં રહેલા છે વડે પૂજાયેલા છે, અને સભ્ય બીનાને જણાવનારા તથા જગતના નું ભલું કરનાર છે. 6. હું શ્રી સિદ્ધ પ્રભુના શરણને અંગીકાર કરું છું. તે પણ ધ્યાન રૂપી અનિશી કમરૂપી લાકડાને બાળનારા છે. સર્વજ્ઞ સર્વશી" છે, અને અનંત જ્ઞાનાદિ ગુણાને ધારણ કરનાર છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ jainology 327 આગમસાર 7. હું શ્રી સાધુ મહારાજના શરણને અંગીકાર કરું છું. તે સાધુ મહારાજ મિક્ષ માર્ગની સાધના કરે છે અને પર તારક છે, વળી જગતના છાના બંધુ જેવા છે, 8, હું શ્રી તીર્થકર દેવે ફરમાવેલા અહિંસા સંજમ અને તમય ધર્મનું શરણ અંગીકાર કરું છું. તે ધર્મ ઈંદ્રાદિથી પૂજાએલ છે. મેહરૂપી અંધકાર દૂર કરવા માટે સૂર્યના જેવો છે. અને રાગદ્વેષનું ઝેર દૂર કરવા મંત્રના જેવો છે, તથા કર્મ રૂપી વનને બાળવા માટે અગ્નિના જેવો છે. તેમજ આ ભવમાં અને પરભવમાં ક૯યાણ કરનાર પણ તેજ છે. 9. જે પ્રમાદને લઈને ધર્મની સાધના કરતા નથી, તેઓને છેવટે આ પ્રમાણે પસ્તા કરે પડે છે, અરેરે ! અમે દાનાદિની સાધના કરવી ભૂલી ગયા અને ચાર શરણને અંગીકાર ન કર્યા તથા સંસારનો નાશ કરવા માટે પણ પ્રયત્ન કર્યો નહિ, આ વાત ધ્યાનમાં રાખીને હે જીવ! હંમેશાં ચેતીને ચાલજે, અને ધર્મ સાધના કરીને પર ભવને સુધારે છે, 10. મન વચન કાયાથી પ્રભુદેવની આજ્ઞા વિરુદ્ધ જે કંઈ કર્યું હોય, કરાવ્યું હોય કે કરતા એવા બીજાની અનુમોદના કરી હોય, હું તે પાપની નિંદા-ગહ કરું છું, 11. હું શ્રી પ્રભુદેવના વચનને અનુસરીને કરેલા કરાતાં અને કરીશ એવા ત્રણે કાલના સુકૃતની અનુમોદના ત્રિવિધ ત્રિવિધ કરું છું, ૧ર. મેં કેઈન અપરાધ કર્યો હોય, કે બીજાએ મારો ગુને કર્યો હોય, તે બાબતમાં અનુક્રમે હું માફી માગું છું, એમ બીજા છો પણ તે પ્રમાણે કરે. હું સર્વ છેવોની ઉપર મિત્રી ભાવ ધારણ કરું છું. મારે કેઈની સાથે વેરભાવ નથી, 13. હું સંથારા પિરિસીમાં જણાવેલા અઢારે પાપ સ્થાનકોને સિરાવું છું, (તેને ત્યાગ કરું છું.) 14, જે આ રાતમાં કદાચ મારું અચાનક મરણ થાય, તે હું આહાર ધન ધાન્ય ઘર રાચ રચીલું કુટુંબ વિગેરેને ત્રિવિધ ત્રિવિધ સિરાવું છું. 15. હું એકલો જ છું, સંસારમાં મારું કઈ નથી, તેમ હું પણ કેઈન નથી. હે છે. આ વાત જરૂર યાદ રાખજે, ભૂલીશ નહિ, 16. મારે આત્મા જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનાર છે. બાકીના ધન વગેરે પદાર્થો માત્ર સાગ રૂપજ છે. આવા સંયોગથી જ પહેલાં મેં બહુ વાર દુઃખે ભાગવ્યા છે માટે તેને ' સિરાવું છું. 17. મારા દેવ અરિહંત છે, ગુરુ સુસાધુ છે, અને ધર્મ શ્રી જિનેશ્વરદેવે કહેલ નિર્મલ ધર્મ છે. આ ત્રણેની હું સહણ કરું છું. 18. અત્યાર સુધીમાં મન વચન કાયાથી જે કંઈ પાપ કર્મ આચર્યું હોય, તે સબંધી મિચ્છામિ દુક્કડં માગું છું, આ પ્રમાણે ભાવના ભાવવાથી સમાધિ મરણ પામીને ભવ્ય જીવ આરાધક બને છે, અને ભવાંતરમાં પણ તેઓ સુલસધિપણું જરૂર પામે છે. - વિજયપધસૂરિ, Page #328 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 328 બાર ભાવના 0000000000 (પ્રાતઃકાળમાં એકાંત જગ્યાએ અને શુદ્ધ ચિત્તે નમસ્કાર મંત્રના સાધનથી મનને એકાગ્ર કરી, બાર ભાવનારૂપ આ આત્મગોષ્ટિ કરવી.) 1 અનિત્ય ભાવના:- હે જીવ! તારી આસપાસ નજર કર. જે જે પદાર્થ તું જુએ છે, તે અને તારા પોતામાં કાંઈ તફાવત તને જણાય છે? તારી આસપાસનો દરેક પદાર્થ, તારી લક્ષ્મી, તારો વૈભવ, અને તારું પોતાનું શરીર પણ વીજળી કે પરપોટા જેવું વિનાશી છે - અનિત્ય છે. તું એમ તેટલું રખોપું રાખીશ તો પણ તે દરેક પદાર્થ વિનાશી તે વિનાશી જ છે. નાશ પામવાનો એનો ધર્મ જ છે. એ સર્વ વિનાશી વસ્તુઓની વચમાં તું એક અવિનાશી ભૂલો પડવાથી આવી ચડ્યો છે. માટે એ નાશવંત વસ્તુઓમાં મોહ ન પામતા, તું અવિનાશી એવા તને પિછાણ. 2 અશરણ ભાવના:- હે જીવ! જો તું અવિનાશી એવા તને પિછાણવા શ્રમ નહિ લે, તો નથી માનજે કે, નાશ થવા માટે જ નિર્માણ થયેલી વસ્તુઓના નાશ કે વિયોગથી તને થતા દુઃખોમાં દિલાસો કોઈ રીતે નહિ મળે. અને જ્યારે તું એ બધી ચીજોને છેલ્લી સલામ કરી હંમેશને માટે ચાલી નીકળીશ ત્યારે તને શરણ આપવા કોઈ નહિ આવે. અવિનાશી એવા પોતાને અથવા આત્માને જાણવા રૂપ જે ધર્મ એ જ તારો સગો થશે. માટે શરણ, સગું કે સંબંધી જો તારે જોઈનું હોય તો અવિનાશી એવા આત્માને જ શોધી એના શરણે જા. 3 સંસાર ભાવના:- હે જીવ! હમણાં તું જે જે વસ્તુઓમાં આનંદ માણી રહ્યો છે તે વસ્તુઓ અને તેથી પણ વધારે ખેંચાણ કરનારી વસ્તુઓ તું અનેકવાર પામ્યો છે. દરેક ચીજના ભોજા તરીકે અને દરેક પ્રાણીના સગા તરીકે સર્વ પ્રાણી પદાર્થ સાથે તે અનેકવાર સંબંધ જોડ્યો છે. પર કોઈ સંબંધ ટકી શક્યો નથી. માટે કોઈ પ્રાણી કે પદાર્થના મોહમાં દીવાનો થઈ અવિનાશી એવા નિજ રૂપને ભૂલીશ નહિ. એવી ભૂલથી જ તું અપાર એવા સંસાર-સમુદ્રમાં આદિ વગરના કાળી ભમ્યા કરે છે, અને ભ્રમણથી ઉદ્ભવતા દુઃખો પરવશપણે સહન કરે છે. માટે એ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો સંસારમાં પડ્યા છતા વિરક્ત પુરુષ માફક વર્ત. 4 એકત્વ ભાવના:- હે જીવ! તું એકલો આવ્યો હતો, અને એકલો જ જઈશ. એક ઘર છોડી બીજા ઘેર જતી વખતે પહેલા ઘરવાળું કોઈ પણ સગું તારી સાથે આવ્યું નથી, અને આવશે પર નહિ. એ સગાને મદદ કરવા માટે તે કરેલા પાપોનું ફળ ભોગવવા વખતે પણ એ કોઈ આડો હાલ દેવા નહિ આવે. તો એવો પ્રેમ, એવા સંબંધ, એવી મૈત્રી તારું શું ભલું કરનાર છે ? તું તારા પોતામાંજ મિત્ર મેળવ. Page #329 -------------------------------------------------------------------------- ________________ jainology 329 આગમસાર 5 અન્યત્વ ભાવના:- હે જીવ ! તારા સિવાય તું જે કાંઈ ભાળે છે, તે બધું તારાથી અલગ જ સમજજે. ક્ષણ પણ ન સમજતો કે સ્ત્રી તારી છે કે પુત્ર તારો છે, લક્ષ્મી તારી છે, કે દેહ તારો છે, જો એમજ હોત તો એ લક્ષ્મી તારા ઘરમાં આવ્યા પછી તારી હયાતીમાં બીજું ઘર કરત? એ સ્ત્રી પરલોક તો દૂર રહ્યું પણ કાષ્ઠ સુધી પણ તારી સોબત કરવામાંથી જાત? આ પ્રત્યક્ષ જોવાતા ખેલ શુ એમ સ્પષ્ટ નથી સમજાવતા કે તારે આ ઈદ્રજાળથી નિજરૂપને અલગ જ માનવું, અને એમાં લિપ્ત ન થતા નિજ રૂપમાં વૃઢ રહેવું. 6 અશુચિ ભાવના:- જીવ! તું કોને માટે દગા-ફટકા કરે છે? આ રૂપાળા હાડકાના પુતળાને પોષવા માટે? જો તો ખરો કે આ પુતળું ગંધાતું છે, મળમૂત્રથી ભરેલું છે, ક્ષણ-ક્ષણમાં બગડી જાય છે. રોગ, જરાનું નિવાસ સ્થાન છે. હવે એને તું સાચવી-સાચવીને કેટલુંક સાચવીશ? ખાતર પર દીવેલ” કરતા જરા તો વિચાર કર. તું તેને સાચવવા, સુંદર કરવા, હૃષ્ટપુષ્ટ કરવા, હજારો પ્રપંચ કરે છે. પણ તે છતા તે તો તને દગો જ દે છે. તારા ખરા ખપ વખતે તે તારી મરજી વિરુદ્ધ લથડી પડે છે અને તને ફસાવે છે. હવે જો તારામાં બુદ્ધિ હોય તો જેટલી કાળજી એ ગુણચોર હાડપિંજર માટે ધરાવે છે, એટલી જ તારા પોતા માટે - આત્મા માટે રાખે તો અખૂટ, ગુપ્ત ખજાના તારે માટે ખુલ્લા થાય, એ નિશંક વાત છે. 7 આશ્રવ ભાવના - જીવ ! રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિ આશ્રવ અથવા તારા આત્મ સ્વરૂપને મલીન કરનારા વળગાડ છે. પ્રતિક્ષણે તને એ નવા કર્મોનો લેપ લાગતો જાય છે. એનાથી જ તું છાકટાની માફક વર્તે છે. એનાથી જ ભવ ભ્રમણ કરતા છતા તું પોતાને સુખી માનવાની મૂર્ખાઈ કરે છે. માટે એ ચીકણા વળગાડને ઓળખ, એના સ્વભાવથી વાકેફ થા, અને પછી એ લાગેલા વળગાડને દૂર કરવાના તથા હવે પછી ન લાગે તેવા ઉપાય કર. ઉપભોગ પરિભોગ આદિની તૃષ્ણા ઓછી કર. ઇચ્છાઓને મર્યાદાથી બાંધ. જે કાંઈ તારી પાસે છે તેનો મોહ ઓછો કરી પરમાર્થે જ તારું સર્વસ્વ માન કે જેથી આશ્રવનો મેલો વળગાડ ઘણે દરજે મોળો 8 સંવર ભાવના:–હે જીવ! જો તને ક્વચિતુજ એવી શ્રદ્ધા બેઠી હોય કે રાગદ્વેષથી નવા નવા કર્મોની આવક હંમેશા તારામાં ચાલી આવે છે, તો તે આવકને રોકવા જ્ઞાન-ધ્યાનમાં આરૂઢ થા. જ્ઞાન-ધ્યાનમાં આરૂઢ થએલો આત્મા સિંહ સમાન દેખાવ ધારણ કરે છે, જેથી બિચારા કર્મ તેની આગળ આવી શકતા નથી. આવી રીતે જ્ઞાનધ્યાનમાં આરૂઢ થવું એનું નામ જ સંવર કહેવાય છે. 9 નિરા ભાવના –હે જીવ! આત્માને આવતી રાગ દ્વેષાદિ કર્મોની આવક બંધ તો કરી પણ પૂર્વે થઈ ચૂકેલા કર્મોને કાપવા-નિરવા, તપ, સંયમરૂપ નિર્જરા' નું શરણું તારે લેવું જોઈએ. નિર્જરા માટે તપ કરનારો માણસ માન માગતો નથી, કીર્તિ કે ધન ઇચ્છતો નથી, લોક લજાને ગણકારતો નથી. માત્ર આત્માર્થેજ ક્રિયા કરે છે, અને તે ક્રિયા જ્ઞાન સાથે કરે છે. જ્ઞાન સહિત ક્રિયાનું જ નામ નિર્જરા છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 330 10 લોક સ્વરૂપ ભાવના:- હે જીવ! આ પ્રમાણે આવતા કર્મોને રોકી, થયેલા કર્મોને નિર્જરી, હવે તું ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચાર. અસંખ્યાતા દ્વીપ સમુદ્રનો ખ્યાલ દૃષ્ટિ સમક્ષ લાવ, અને પછી જો કે આટલા અવકાશમાં તારું ઘર કે તું શા હિસાબમાં છે ? અસંખ્યાતા દ્વીપ સમુદ્રની કુદરતની વિચિત્રતા વિચાર, અને એમાં તલ્લીન થઈ તું દેહાધ્યાસ અને હું પદ છોડ. 11 સમ્યકત્વ ભાવના –હે જીવ! વૈરાગ્ય પ્રાપ્ત કરાવનારી દસ ભાવના ભાવ્યા પછી તું વિચાર કર કે હવે શાંત પડેલા તારા જીવને શું કરવા જેવું છે અને શું છોડવા જેવું છે? આ નિર્ણય તને સમ્યકત્વ વગર થઈ શકવાનો નથી. સમ્યફ એટલે સાચા જ્ઞાન વિના તારો આત્મા દોરા વગરની સોય માફક પાપ પૂંજમાં, અજ્ઞાનમાં ખોવાઈ જાય છે, અને જશે માટે સમ્યકત્વ પ્રાપ્ત કર. 12 ધર્મ ભાવના:- જીવ ! જ્ઞાન પામ્યો પણ તે સાર્થક તો ત્યારે જ કહેવાય કે જ્ઞાનને વ્યવહારમાં મૂક અર્થાત ઘર્મ આચર. સર્વ પ્રાણીને પોતા સમાન ગણવા જેટલી પાયરીએ આવવું, અને સર્વને શાતા પમાડતા શીખવું. એમાંજ ધર્મની સાર્થકતા છે. માટે એવો ઉત્તમ ધર્મ ધારણ કર, કે જેથી બીજાને શાતા ઉપજાવનાર એવા તને અખંડ નિરાબાધ શાતા ઉપજે. ઇતિ બાર ભાવના સમાપ્ત. બોધિર્લભ ભાવના જૈન ધર્મમાં મોક્ષલક્ષી આત્મસાધના માટે જે વિવિધ પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે તેમાં શુભ ભાવનાઓનું સેવન જીવો માટે ઘણું લાભકારક છે, જગતની સમગ્ર જીવસૃષ્ટિમાં મનુષ્ય સર્વોચ્ચ સ્થાને છે. એના ચિત્તમાં પ્રતિક્ષણ વિચારો, લાગણીઓ, તરંગો, સ્પંદનો, ભાવો વગેરે સતત ઊઠતાં રહે છે. એમાં કેટલાંયે રોજિંદા જીવનક્રમને લગતાં હોય છે. એને માટે એનું વિશેષ મૂલ્ય નથી હોતું. કેટલાંક સ્પંદનો સાવ ક્ષણિક ને સુલ્લક હોય છે. વ્યક્તિને પોતાને અલ્પ કાળમાં એનું વિસ્મરણ થાય છે. પરંતુ કેટલાંક અંદનો એવાં હોય છે કે જે જાણે એના ચિત્તનો કબજો લઈ લે છે. એ ભૂલવા ઇચ્છે તો ભુલાતાં નથી. થોડી થોડી વારે એનો પ્રવાહ પોતાની મેળે ચાલુ થઈ જાય છે. કેટલાંક શુભ કે અશુભ સ્પંદનો મનુષ્યના ચિત્તને ઘેરી વળે છે. એની અસર એના ચહેરા ઉપર અને વધતી વધતી એના શરીર ઉપર થાય છે. આધ્યાત્મિક દૃષ્ટિએ કહીએ તો એની પ્રબળ અસર એના આત્મા ઉપર - આત્મપ્રદેશો ઉપર થાય છે. આવી પ્રક્રિયામાં ભાવનાનું સ્વરૂપ ર છે. જૈન ધર્મમાં જે વિવિધ પ્રકારની ભાવનાએ બતાવવામાં આવી છે, તેમાંથી બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. ભાવનાની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે : માવ્યડનતિ ભાવના જેનાથી આત્મા ભાવિત થાય છે તેને ભાવના કહેવામાં આવે છે.] આમ, ભાવનાનો સંબંધ આત્મતત્વ સાથે છે. જેને ધર્મ પ્રમાણે ઇન્દ્રિયોનો સંબંધ દ્રવ્ય મન સાથે છે. મનના બે પ્રકાર છે - દ્રવ્ય મન અને ભાવ મન. દ્રવ્ય મનનો સંબંધ ભાવ મન સાથે છે અને ભાવ મનનો સંબંધ આત્મા સાથે છે. આમ, ભાવનાનો આત્મા સાથેનો સંબંધ ભાવ મન ધારા છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ jainology 331 આગમસાર આથી જ જૈન ધર્મમાં ભાવ અને ભાવનાનું ઘણું મહત્ત્વ સ્વીકારાયું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ, અથવા દાન, શીલ, તપ અને ભાવ વગેરેમાં ભાવને છેલ્લું ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે. ‘મનોનુશાસનમાં ભાવનાનાં લક્ષણ નીચે પ્રમાણે જણાવવામાં આવ્યાં છે: चेतो विशद्धये मोहक्षयाय स्थैर्यापादनाय। विशिष्ट संस्कारपादनं भावना। [ચિત્તશુદ્ધિ, મોહક્ષય તથા (અહિંસાદિ વ્રતોમાં) ધૈર્ય આણવા માટે જે વિશિષ્ટ સંસ્કાર જાગ્રત કરવામાં આવે છે તેને “ભાવના' કહેવામાં આવે છે.] વોfધ' સંસ્કૃત શબ્દ છે. (એના ઉપરથી પ્રાકૃત-અર્ધમાગધીમાં “બોહિ” શબ્દ આવેલો.) બોધિ શબ્દ બુધુ ધાતુ ઉપરથી આવેલો છે. બુદુ એટલે જાણવું. ડાહ્યા માણસો માટે, સારાસાર-વિવેક જાણનાર જ્ઞાની માણસો માટે “બુધ' શબ્દ વપરાય છે. જૈન ધર્મમાં “બોધિ' શબ્દ વિશિષ્ટ પારિભાષિક અર્થમાં વપરાયો છે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે. એટલે ‘બોધિ' શબ્દ આત્માના જ્ઞાનપ્રકાશ માટે વપરાય છે. વ્યવહાર જગતમાં કીમતીમાં કીમતી પ્રકાશમાન પદાર્થ તે રત્ન છે. એટલે બોધિને રત્નનું રૂપક આપવામાં આવે છે. બોધિ' શબ્દ સમ્યક્ત્વ માટે વપરાય છે. સખ્યદર્શન, સમ્યગુજ્ઞાન તથા સમ્યગુચારિત્રને “સમ્યક્તિ” - સમ્યક્ત્વ તરીકે ઓળખાવવામાં આવે છે. એટલા માટે બોધિની વ્યાખ્યા આપતાં કહેવાયું છે : सम्यग्दर्शन ज्ञानचारित्राणामप्रपा प्रापणं बोधिः / સિમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ ન હોય અને તે પ્રાપ્ત થાય તે ‘બોધિ' કહેવાય.. સમ્યક્ત્વ વિના મોક્ષપ્રાપ્તિ નથી, એટલા માટે જ સમકિત ઉપર અર્થાત્ બોધિ ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જ્યાં સુધી બોધિબીજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દેહ અને આત્માની ભિન્નતાનાં સ્પષ્ટ દર્શન ન થાય અને ત્યાં સુધી મોક્ષમાર્ગ ઉપર આગળ વધી ન શકાય. એટલા માટે જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરતી વખતે પણ બોધિ પ્રાપ્તિ માટે પ્રાર્થના કરાય છે : Page #332 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 332 લોગસ સૂત્રોમાં કહેવાયું છે : कित्तिय वंदिय महिया जे ए लोगस्स उत्तमा सिद्धा। आरुग्ग बोहिलाभं समाहिवरमुत्तमं दितु / / ‘ઉવસગ્ગહર સ્તોત્રમાં પણ કહેવાયું છે : ता देव दिज्ज बोहिं भवे भवे पास जिणचंद। “જયવીયરાય સ્તોત્ર'માં પણ કહેવાયું છે : दुक्खखओ कम्मकखओ समाहिमरणं च बोहिलाभो / संपज्जउ मह एहं तुह नाह पणाम करणेणं / / આમ આ ત્રણે મહત્ત્વનાં સૂત્રોમાં બોરિબોધિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવી છે. એ બતાવે છે કે બોધિપ્રાપ્તિનું મૂલ્ય કેટલું બધું છે. ભાવનાની શ્રેષ્ઠતા દર્શાવતાં કહેવાયું છે : दारिद्रयनाशनं दानं, शीलं दुर्गतिनाशनम्। अज्ञाननाशिनी प्रज्ञा, भावना भवनाशिनी।। [દાનથી દરિદ્રતાનો નાશ થાય છે; શીલથી દુર્ગતિનો નાશ થાય છે, પ્રજ્ઞાથી અજ્ઞાનનો નાશ થાય છે, પરંતુ ભાવનાથી તો ભવનો જ નાશ થાય વળી ભાવનાની ઉત્કૃષ્ટતા દર્શાવતાં કહેવાયું છે : वित्तेन दीयते दानं, शीलं सत्त्वेन पाल्यते / तपोऽपि तप्यते कष्टात् स्वाधीनोत्तम भावना।। દિાન થનથી અપાય છે, શીલ સત્ત્વથી પળાય છે, તપ કષ્ટથી થાય છે, પરંતુ ઉત્તમ ભાવના તો સ્વાધીન છે.) આવી ભાવનાઓનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી વર્ગીકરણ કરવામાં આવે છે. બૃહત્કલ્પમાં કહ્યું છે કે ભાવનાઓ બે પ્રકારની છે. दुविहाओ भावणाओ-संकिलिला य, असंकिलिट्ठा य। [ભાવનાઓ બે પ્રકારની છે : સંક્વિષ્ટ અર્થાત્ અશુભ અને અસંક્લિષ્ટ અર્થાત્ શુભ.] કંદર્પ, કિબિષી, આભિયોગિકી, દાનવી અને સંમોહ એ પાંચ પ્રકારની ભાવના તે અશુભ ભાવના છે. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન એ બે અશુભ Page #333 -------------------------------------------------------------------------- ________________ jainology 333 આગમસાર પ્રકારનાં ધ્યાન સાથે સંકળાયેલી ભાવનાઓ અશુભ પ્રકારની ભાવના છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાને ધર્મધ્યાનની ભાવના અથવા પરા ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે અને તે શુભ ભાવનાઓ છે. હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતોની પ્રત્યેકની પાંચ પાંચ શુભ ભાવનાઓનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે : भावनाभिभावितानि पञ्चमिः पञ्चमिः क्रमात् / महाव्रतानि नो कस्य साधयन्त्यव्ययं पदम् / / ક્રમાનુસાર પાંચ પાંચ ભાવનાઓ વડે ભાવિત કરાયેલાં મહાવ્રતો કોને અવ્યયપદ (મો) નથી સાધી આપતાં ]. આમ, શુભ ભાવનાઓ પણ અનેકવિધ પ્રકારની છે. તેમાં દર્શનવિશુદ્ધિ ભાવના, વિનયસંપન્નતા ભાવના વગેરે પ્રકારની સોળ શુભ ભાવનાઓને કારણ ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે. આ શુભ ભાવનાઓ ઉપરાંત જૈન ધર્મમાં અનિત્યાદિ બાર શુભ ભાવનાઓનું મહત્ત્વ સૌથી વિશેષ છે. આત્મચિંતન માટેની એ ભાવનાઓને અધ્યાત્મની ભાવના, વૈરાગ્યની ભાવના, તત્ત્વાનુચિંતનની ભાવના અથવા સમત્વની પ્રાપ્તિ માટેની ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે. ‘તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં વાચક ઉમાસ્વાતિ કહે છે : अनित्याशरणसंस्तरकत्वान्यत्वाशुचित्वासवसंवर। निर्जरालोकबोधिदुर्लभधर्मस्वाख्यातत्त्वानुचितनमनुप्रेताः।। નીચે પ્રમાણે બાર ભાવનાઓ - અનુપ્રેક્ષાઓ બતાવવામાં આવે છે : (1) અનિત્ય ભાવના, (2) અશરણ ભાવના, (3) સંસાર ભાવના, (4) એકત્વ ભાવના, (5) અન્યત્વ ભાવના, (ક) અશુચિ ભાવના, (7) આસવ ભાવન, (8) સંવર ભાવના, (9) નિર્જરા ભાવના, (10) લોક ભાવના, (11) બોધિદુર્લભ ભાવના અને (12) ધર્મ ભાવના. | (છેલ્લી ચાર ભાવનાઓના ક્રમમાં કેટલાક ગ્રંથોમાં ફેર જોવા મળે છે. કોઈકમાં બોધિદુર્લભ ભાવના અગિયારમી બતાવવામાં આવી છે, તો કોઈક કોઈકમાં તે બારમી બતાવવામાં આવી છે.) વ્યવહાર ઉપયોગી 4 ભાવનાઓ. મૈત્રી ભાવના - સર્વ જીવ પ્રત્યે મૈત્રીનો ભાવ. પ્રમોદ ભાવના - ગુણી અને ગુણ જોઈને પ્રસન્ન થવું. કરુણા ભાવના - દુઃખી, દીન, લાચાર પર કરુણાભાવ. માધ્યસ્થ ભાવના - રાગ દ્વેશ રહિત રહેવું. Page #334 -------------------------------------------------------------------------- ________________ આગમસાર–પૂર્વાર્ધ 334 મન અને પાંચ ઇન્દ્રિયો એ જેમ મનુષ્યજન્મની મોટામાં મોટી સિદ્ધિઉપલબ્ધિ છે તેમ એ જ મન અને પાંચ ઇન્દ્રિયો કેટલાયે જીવો માટે મનુષ્યજન્મની મોટામાં મોટી ક્ષતિરૂપ નીવડવા સંભવ છે. મનુષ્યને દુર્ગતિની ખીણમાં ગબડાવી દેવાની શક્તિ પણ તેમાં રહેલી છે. માણસ જો પોતાની આ પાંચ ઇન્દ્રિયોને સંયમમાં રાખી શકે, ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી શકે તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયો ઉપર વિજય મેળવી શકે. કષાયો શાંત થતાં ચિત્ત પણ શાંત થાય છે. ચિત્ત ઉપર વિજય મળતાં મન:શુદ્ધિ થાય છે. મન:શુદ્ધિ થતાં રાગ અને દ્વેષ પાતળા પડવા લાગે છે. એથી નિર્મમત્વ આવવા લાગે છે. નિર્મમત્વ માટે અનિત્યાદિ ભાવનાઓનું સેવન આવશ્યક છે. નિર્મમત્વ આવતાં સમતા-સમત્વ આવવા લાગે છે. માટે જ કહ્યું છે : साम्यं स्यान्निर्ममत्वेन तत्कृते भावना श्रयेत्। આમ, સમતાનું બીજ ભાવનાઓમાં રહેલું છે. શ્રી સૂત્રકતાંગ સૂત્ર’ (૧૫૫)માં કહ્યું છે : भावनावेग सुद्धप्पा जले नावा व आहिया। नावा व तीरसंपन्ना सव्वदुक्खा विमुच्चइ।। ભિાવનાયગથી શુદ્ધ થયેલો આત્મા જલમાં નાવની જેમ તરે છે. જેમ નાવ કિનારે પહોંચે છે, તેવી રીતે શુદ્ધાત્મા સર્વ દુઃખોમાંથી મુક્ત થઈને લક્ષ્યસ્થાને પહોંચે છે.] અધ્યાત્મકલ્પદ્રુમમાં મુનિસુંદરસૂરિએ કહ્યું છે : चित्त बालक ! मा त्याक्षीरजस्त्रं भावनौषधिः / यत्त्वां दुनिभूता न छलयन्ति छलान्विष / / હિં ચિત્તરૂપી બાળક ! તું ભાવના રૂપી ઔષધિનો ક્યારેય ત્યાગ કરતો નહી, જેથી છળને શોધનારા દુર્ગાનરૂપી ભૂતપિશાચો તને છેતરી શકે નહિ. ભાવનાઓનું કેવું ફળ હોય છે તે દર્શાવતાં “ઉત્તરાધ્યયનસૂત્ર' (29 ૫૦)માં ભગવાન મહાવીરે કહ્યું છે : भावसच्चेण भावविसोहिं जणयई। भावविसोतेहिएवदृमाणो अरिहंतपन्नतस्स धम्मस्स आराहणयाए अबुढेइ / अबुढेइत्ता परलोग धम्मस्स आराहए भवई। [ભાવસત્યથી જીવ ભાવની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. વિશુદ્ધ ભાવનાવાળો Page #335 -------------------------------------------------------------------------- ________________ jainology 335 આગમસાર જીવ અરિહંતપ્રણીત ધર્મની આરાધનામાં તત્પર થઈને પારલૌકિક ધર્મનો આરાધક બને છે.. સંસારમાં પરિભ્રમણ કરતા જીવોનું જ્યારે અવલોકન કરીએ છીએ અને તેમના વિકાસક્રમની ગતિનો વિચાર કરીઍ છીએ ત્યારે સમજાય છે કે કેટલો બધો કાળ જ્યારે પસાર થઈ જાય ત્યારે જીવ વિકાસનું એકાદ પગથિયું ઉપર ચડે છે. વળી, કેટલાયે જીવો થોડે ઉપર ચડી પાછા નીચે પડતા હોય છે. જૈન દર્શન પ્રમાણે જીવ સૂક્ષ્મ નિગોદ(અવ્યવહારરાશિ)માંથી નીકળીને વ્યવહારરાશિમાં આવે છે. ત્યાર પછી એકેન્દ્રિયપણું, બેઇન્દ્રિયપણું, ઇન્દ્રિપણું, ચઉરિન્દ્રિયપણું એમ પ્રાપ્ત કરતાં કરતાં સંજ્ઞીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરે છે. એમ કરતાં કેટલી બધી મુશ્કેલીથી જીવ મનુષ્યપણું પ્રાપ્ત કરે છે ! આમ ઉત્તરોત્તર એક એક તબક્કામાંથી પસાર થઈ ઉપર ચડવું એ જ ઘણું દુર્લભ છે અને તેમાં મનુષ્યપણું પ્રાપ્ત કરવું એ તો એથી પણ વધુ દુર્લભ છે. વળી, મનુષ્યપણું પ્રાપ્ત થયું એટલે બધું જ આવી ગયું એવું નથી. મનુષ્યપણામાં રાજ્ય મળવું કે ચક્રવર્તીપદ મેળવવું એટલું દુર્લભ નથી જેટલું બોધિબીજ મેળવવું દુર્લભ છે. મનુષ્યપણું મળ્યા પછી આર્યદેશમાં જન્મ, સંસ્કારી કુટુંબમાં જન્મ, ધર્મજિજ્ઞાસા, ધર્મશ્રવણનો યોગ, ધર્મબોધ થવો, ધર્મમાં ઉદ્યમ કરવાના સંયોગ સાંપડવા ઇત્યાદિ ઉત્તરોત્તર દુર્લભ થતાં જાય છે. એટલા માટે જ કહેવાયું છે : चतारि परमंगाणि दुल्लहाणीह जंतुणो। माणुसतं सुई सदा संजमम्मि च वीरि। જીિવોને માટે ચાર મુખ્ય બાબતો અત્યંત દુર્લભ છે : (1) મનુષ્યપણું, (2) કૃતિ (ધર્મશ્રવણ), (3) ધર્મમાં શ્રદ્ધા અને (4) સંયમમાં વીર્ય (ત્યાગવૈરાગ્ય માટેનો પુરુષાર્થ)... “ઉત્તરાધ્યયન'ના “દૂમપત્તય” નામના દસમા અધ્યયનમાં ઉત્તરોત્તર એક પછી એક વસ્તુઓ પ્રાપ્ત થવી કેટલી દુર્લભ છે તે દર્શાવતાં ભગવાન મહાવીરે કહ્યું છે : लद्धणं वि माणुसत्तणं आयरियत्तं पुणरावि दुल्लहं। वहवे दसुया मिलखुया समयं गोयम, मा पमायए।। Page #336 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 336 लभृणं वि आयरियत्तणं अहीणचिंदियता हु दुल्लहा। विगलिंदियता हु दीसई समय गोयम, मा पमायए।। अहीणपंचे दियत्तंपि से लहे उत्तम धम्मसुई हु दुल्लहा। कुतिथिनिसेवए जणे समयं गोयम, मा पमायए / / लणं वि उत्तम सुई सदहणा पुणरावि दुल्लहा / मिच्छतनिसेवए जणे समय गोयम, मा पमायए।। [દુર્લભ એવો મનુષ્યજન્મ મળ્યા પછી પણ આર્ય દેશમાં જન્મ મળવો દુર્લભ છે. ઘણા લોકો મનુષ્ય હોવા છતાં દસ્ય અને પ્લેચ્છ હોય છે. માટે, ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ ન કર. આર્ય દેશમાં જન્મ મળ્યા પછી પણ પાંચે ઇન્દ્રિયોની પૂર્ણતા મળવી દુર્લભ છે. ઘણા જીવો વિકલેન્દ્રિય જોવા મળે છે. માટે છે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા મળ્યા પછી પણ ઉત્તમ ધર્મનું શ્રવણ દુર્લભ છે. ઘણા લોકો કુતીર્થિનું સેવન કરનારા હોય છે. માટે હે ગૌતમ ! સમયમાત્રનો પ્રમાદ ન કર. ઉત્તમ ધર્મનું શ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી તે ઘણી દુર્લભ વાત છે. ઘણા લોકો મિથ્યાત્વનું સેવન કરનારા હોય છે. માટે તે ગૌતમ ! સમય માત્રનો પ્રસાદ ન કર. ઉત્તરાધ્યયનસૂત્ર'ના ત્રીજા અધ્યાયમાં પણ આ જ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે : माणुस्सं विग्गहं लद्धं सुई धम्मस्स दुल्लहा। जं सोच्चा पडिज्जंति तवं खंतमहिंसयं / / आहच्चं सवणं लटुं सद्भा परमदुल्लहा। सोच्चा गेयाउणं मागं वहवे परिभस्सई।। મનુષ્યપણું પ્રાપ્ત થાય પછી પણ ધર્મનું શ્રવણ અત્યંત દુર્લભ છે, કે જે ધર્મશ્રવણ કરીને જીવ તપ, ક્ષમા અને અહિંસાનો સ્વીકાર કરે છે. કાચ ધર્મશ્રવણ પ્રાપ્ત થયા પછી તેમાં શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે. મોક્ષમાર્ગ પ્રતિ લઈ જનારા ધર્મનું શ્રવણ કર્યા પછી ઘણા લોક એ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે.' Page #337 -------------------------------------------------------------------------- ________________ jainology 337 આગમસાર ઉમાસ્વાતિ મહારાજ “પ્રશમરતિ માં મનુષ્યજન્મથી માંડીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ અનુક્રમે કેવી કેવી છે તે બતાવતાં કહે છે : मानुष्य कर्म भूम्पार्यदेश कुल कल्पताऽऽयुरुपलब्धौ। श्रद्धाकथक श्रवणेषु सत्स्वपि सुदुर्लभा बोधिः / / | [મનુષ્યપણું, કર્મભૂમિ, આર્યદેશ, સારું કુળ, નીરોગીપણું, દીર્ઘ આયુષ્ય - એ સર્વ પ્રાપ્ત થવા છતાં ધર્મ કહેનાર ઉપર શ્રદ્ધા રાખવી અને ‘બોધિ’ (સમકિત) પામવું એ ઘણી દુર્લભ વાત છે.] હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં જીવને એકેન્દ્રિયપણામાંથી શરૂ કરીને બોધિપ્રાપ્તિ સુધીની દુર્લભતાઓ કઈ કઈ હોય છે તે સમજાવતાં કહ્યું છે : अकामनिर्जरारूपात् पुण्याज्जन्तोः प्रजायते / स्थावरत्वात्नसत्वं वा तिर्यकत्वं वा कथंचन / / मानुष्यमार्यदेशश्च जातिः सर्वाक्षपाटवम् / आयुश्च प्राप्यते तत्र कथञ्चित्कर्मलाघवात् / / प्राप्तेषु पुण्यतः श्रद्धाकथकाश्रवणेष्वपि / तत्त्वनिश्चयरूपं तद्बोधिरत्नं सुदुर्लभम् / / विषयेभ्यो विरक्तानां साम्यवासितचेतसाम्। तपशाम्येत कषायाग्निबोधिदीपः समुन्मिषेत् / / [અકામ નિર્જરારૂપ પુણ્યસ્થ જીવને સ્થાવરપણામાંથી ત્રસપણું અથવા તિયચપણું કોઈક રીતે પ્રાપ્ત થાય છે. મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમ જાતિ, સર્વ ઇન્દ્રિયોની પૂર્ણતા, દીર્ઘ આયુષ્ય કંઈક હળવાં કર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યના ઉદયથી શ્રદ્ધા, સર, ધર્મશ્રવણ પ્રાપ્ત થવા છતાં તત્ત્વનિશ્ચયરૂપ બોધિરત્નની પ્રાપ્તિ દુર્લભ છે. વિષયોથી વિરક્ત થયેલાં અને સમત્વથી વાસિત થયેલાં ચિત્તવાળા સાધુપુરુષનો કયારૂપી અગ્નિ શાન્ત થઈ જાય છે. તથા બોધિ (સમ્યક્ત્વ) રૂપી દીપક પ્રગટ થાય છે. શાન્તસુધારસ'ના ગેયાષ્ટકમાં વિનયવિજયજી મહારાજ લખે છે : बुध्यतां बुध्यता बोधिरतिदुर्लभा। जलधिजलपतित सुररत्नयुक्त्या / / Page #338 -------------------------------------------------------------------------- ________________ આગમચાર-પૂર્વાર્ધ 338 सम्यगाराघयता स्वहितमिह साध्यतां / बाध्यतामघरगतिआत्मशक्त्या।। હેિ જીવ!બોધિ અત્યંત દુર્લભ છે એ તું સમજ, સમજ! સમુદ્રના જળમાં ચિંતામણિરત્ન પડી ગયું હોય તો તે મેળવવાનું જેટલું દુર્લભ છે એટલું દુર્લભ બોધિ મેળવવાનું છે. એટલા માટે તું સમ્યગુ આરાધના કર અને તારું હિત સાધી લે. તું તારી આત્મશક્તિથી નીચી ગતિને, દુર્ગતિને અટકાવી દે. બોધિને મેળવવામાં ચાર મોટા અંતરંગ શત્રુઓ તે ચાર સંજ્ઞાઓ છે : (1) આહાર સંજ્ઞા, (2) ભયસંજ્ઞા, (3) મૈથુનસંજ્ઞા અને (4) પરિગ્રહસંજ્ઞા. માટે જીવે એ સંજ્ઞાઓ ઉપર વિજય મેળવવા માટે ઘણો ભારે પુરુષાર્થ કરવાનો આ બોધિરત્ન મેળવવું અને સાચવવું એ સહેલી વાત નથી. કેટલીયે વાર મળ્યા પછી પાછું એ ખોવાઈ પણ જાય છે. બોધિરત્ન મેળવવા માટે ઘણી બધી તૈયારી કરવી પડે છે અને મેળવ્યા પછી અને સાચવવા માટે ઘણો મોટો પુરુષાર્થ કરવો પડે છે. બોધિપ્રાપ્તિને એટલા માટે જ શાસ્ત્રકારોએ અત્યંત દુર્લભ તરીકે ઓળખાવી છે. “બોધિ દુર્લભ છે” એમ ઉતાવળે ઉપરઉપરથી કહી દેવું એ એક વાત છે અને તેની દુર્લભતાની સાચી આત્મપ્રતીતિ થવી એ બીજી વાત છે. સમગ્ર સંસારના જીવોની ચાલતી સતત ગતિનું અવલોકન કરી તે વિશે આત્મચિંતન કરનારને બોધિની દુર્લભતાની પ્રતીતિ થયા વગર રહેતી નથી. ઉમાસ્વાતિ મહારાજે “પ્રશમરતિ માં કહ્યું છે : ता दुर्लभा भवशतैर्लब्वाऽप्यतिदुर्लभा पुनर्विरतिः / मोहाडागात कापथविलोकनाद् गौरववशाच्च।। આવી દુર્લભ બોધિને સેંકડો ભવે મેળવ્યા પછી પણ વિરતિ (ત્યાગસંયમ) મળવી અત્યંત દુર્લભ છે. મોહમાં પડી જવાને કારણે, રાગને વશ થઈ જવાને કારણે, જાતજાતના ખોટા પંથોના અવલોકનને કારણે અને ગૌરવ(ગારવ)ને વશ થવાને કારણે માણસને વિરતિમાં રસરુચિ થતાં નથી.] આવું અત્યંત દુર્લભ એવું બોધિરત્ન પ્રાપ્ત થયું હોય તો તે વેડફી નાખવા જેવું કે ગુમાવી દેવા જેવું નથી. ઉપાધ્યાય શ્રી જયસોમે બોધિદુર્લભ ભાવનાની સઝાયની રચનામાં Page #339 -------------------------------------------------------------------------- ________________ jainology 339 આગમસાર સરસ દૃષ્ટાન્તો આપતાં કહ્યું છે : લોહકીલકને કારણે, યાન જલધિમાં ફોડે રે ? ગુણકારણ કોણ નવલખો હાર હીરાનો ત્રોડે રે ?' એક લોઢાના ખીલા ખાતર આખું વહાણ કોણ દરિયામાં ડુબાવી દે ? ઘેરો જોઈતો હોય તો એટલા માટે નવલખો હાર કોણ તોડી નાખે? બોધિરવણ ઉવેખીને કોણ વિષયારસ દોડે રે ? કંકર મણિ સમોવડ કરે, ગજ વેચે ખર હોડે રે ?' બોધિરત્નને ઉવેખીને વિષયારસ પાછળ, ભૌતિક સુખ પાછળ કોણ દોડે ? કાંકરો અને મણિ એ બંનેને સરખાં કોઈ ગણે? ગધેડાના બદલામાં હાથીને કોણ વેચી દે ? વિનયવિજયજી મહારાજ બોધિદુર્લભ ભાવનાના ગેયાષ્ટકમાં અંતે ભલામણ કરતાં કહે છે : एवमतिदुर्लभात् प्राप्य दुर्लभतमबोधिरत्नं सकलगुणनिधानम्। कर गुरुप्राज्यविनयप्रसादोदितं शान्तरससरसपीयूषपानम् / / હે જીવ! આ રીતે અત્યંત દુર્લભથી દુર્લભ એવું તથા સકલ ગુણના ભંડારરૂપ બોધિરત્ન મેળવીને, ઊંચા પ્રકારના વિનયના પ્રસાદથી પ્રાપ્ત થયેલા શાન્ત રસરૂપી સરસ અમૃતનું તું પાન કર.' બોધિની દુર્લભતાનું ચિંતન-મનન કરતાં કરતાં, એ ભાવનાનું સેવન કરતાં કરતાં જીવ ધર્મગતિ અણગાર કે શ્રેણિક રાજાની જેમ ઊંચી અધ્યાત્મદશા પ્રાપ્ત કરે છે. આમ, વૈરાગ્યની અને આત્મચિંતનની બાર ભાવનાઓમાં બોધિદુર્લભ ભાવનાનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. છે મિચ્છામી દુક્કડમ | જીન માર્ગથી ઓછું– અધિક– વિપરીત લખવાની કોઈ ઇચ્છા-હેતુ–પ્રયત્ન ન હોવા છતાં પ્રમાદ,અજ્ઞાન,મોહ, કે કષાયના કારણે કાંઈ લખાયું હોય તો અનંતા સિધ્ધ–કેવલી–ગુરુ ભગવંતની સાંખે તસ– મિચ્છા–મી-દુક્કડમ. સંપર્ક:- મુલુંડ(ઈસ્ટ), સતીશ લાલજી કુંવરજી સતરા. ગામ - ગુંદાલા. 09969974336. ભૂલ-ચૂક અને સુધારા માટે ના સુચનો જણાવવા વિનંતી. પ્રભાવના માટે કોપીઓ મળશે. F F E F T F T F F