Page #1
--------------------------------------------------------------------------
________________
પરમપૂજનીય ઉપાધ્યાય બ્રીમ ચંતિલક વિરચિત સંસકૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાન્તર
મંત્રીશ્વરનું જીવનચરિત્ર
ભાગ-૧
: પ્રકાશક :. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
Page #2
--------------------------------------------------------------------------
________________
પરમપૂજનીય ઉપાધ્યાય શ્રીમદ્ ચંદ્રતિલક વિરચિત સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાન્તર
અભયકુમા
મંત્રીશ્વરનું જીવનચરિત્ર L
cc
ભાગ-૧
-
પ્રથમ આવૃત્તિ : ૫૦૦
: ભાષાંતર કર્તા : મોતીચંદ ઓધવજી ભાવનગરી
" ona Lis-E + + 2)
શાળા
: પ્રકાશક ઃ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
ક્રમાંક:00775 22111: 09.03
by aiE kans
: પ્રેરક ઃ
પ.પૂ. પ્રાચીન શ્રૃતોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ.પૂ. સરસ્વતીલબ્ધપ્રસાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા
હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
: સંપાદક :
૫.પૂ.પંન્યાસ પ્રવરશ્રી સત્યસુંદરવિજયજી ગણિવર્ય
piplate [fl> 1]]]]v p
કિંમત : ૧૬૦-૦૦ ૐ
માં
Page #3
--------------------------------------------------------------------------
________________
કૃપા વર્ષા
સિદ્ધાન્તમહોદધિ
સચ્ચારિત્રચૂડામણિ-સુવિશાલગચ્છસર્જક આચાર્યદેવશ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા
ન્યાયવિશારદ-વર્ધમાનતપોનિધિ-ગચ્છાધિપતિ
આચાર્યદેવશ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા
સમતાસાગર-સંયમસમર્પણાદિગુણગણાર્ણવ
પ.પૂ.પંન્યાસપ્રવરશ્રી પદ્મવિજયગણિવર્ય
આજ્ઞાપ્રસાદઃ
સિદ્ધાન્તદિવાકર-ગીતાર્થગચ્છાધિપતિ
આચાર્યદેવશ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા
Page #4
--------------------------------------------------------------------------
________________
: લાભાર્થી :
sfis
P399
સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નાગપુર વર્ધમાન નગર શ્વે. જૈન સંઘના આંગણે થયેલ પ્રથમ ઉપધાન તપની આરાધના નીમીત્તે પ્રવચન પ્રભાવક પંન્યાસ સત્યસુંદર મ.સા.ની પ્રેરણાથી આ ગ્રંથનો સંપૂર્ણ લાભ
સકલ જૈન સમાજ (નાગપુર)
અધ્યક્ષ : વિજય દર્ઝા (સાંસદ રાજ્યસભા)
Page #5
--------------------------------------------------------------------------
________________
3:: પ્રાપ્તિસ્થાન ::
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
C/o. ચંદ્રકુમાર બી. જરીવાલા ૬, બદ્રીકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ'ઈ' રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨.
ફોન નં.: ૨૨૮૧ ૮૩૯૦
ચંદ્રકાંતભાઈ સંઘવી ૬-બી, અશોકા કોમ્પલેક્ષ, જનતા હોસ્પિટલ પાસે, [ પાટણ (ઉ.ગુ.) મો.: ૯૯૦૯૪ ૬૮૫૭૨
T
અક્ષય શાહ ૫૦૬, પદ્મ એપાર્ટમેન્ટ, જૈન દેરાસરની સામે, સર્વોદયનગર, મુલુંડ(વે.), મુંબઈ-૪૦૦ ૦૮૦. મો.: ૯૫૯૪૫ ૫૫૫૦૫
ટાઈપ સેટીંગ - મુદ્રક જય જિનેન્દ્ર ગ્રાફીક્સ (નીતિન શાહ - જય જિનેન્દ્ર)
૩૦, સ્વાતિ સોસાયટી, સેન્ટ ઝેવીયર્સ હાઈસ્કુલ રોડ, નવરંગપુરા, અમદાવાદ-૧૪. મો. ૯૮૨૫૦ ૨૪૨૦૪ ફોન : (ઓ) ૨૫૬ ૨ ૧૬ ૨૩ (ઘર) ૨૬૫૬ ૨૭૯૫
E-mail : jayjinendra90@yahoo.com
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના - પ્રથમ આવૃત્તિની શિશુ ! જગતમાં જન્મી, તલ્લણ રડતું વસ્ત્ર વિનાનું તું, માતાપિતા-ઉસંગે બેઠું-દેખી સર્વ કોઈ હસતું. ૧ જીવન જીવન તું એવું, દીર્ઘ મૃત્યુ-નિદ્રાને વશ થાતાં, તું પોતે જા હસતું, મેલી તુજનો સાથ સકળ રડતો. ૨
| (એક અંગ્રેજ કવિ.) એક સંસ્કૃત વિદ્વાને "धर्मे तत्परता मुखे मधुरता दाने समुत्साहिता, मित्रेऽवंचकता गुरौ विनयिता चित्तेऽतिगम्भीरता। आचारे शुचिता गुणे रसिकता शास्त्रेऽतिविज्ञानिता, रूपे सुन्दरता प्रभौ भजनिता सत्स्वेव संदृश्यते॥"
આ શ્લોકમાં ગણાવેલાં લક્ષણોથી ઉપયુક્ત એવા ઉત્તમપુરુષોનાં સમગ્ર -જીવન અત્યન્ત ઉપયોગી છે. એઓ વિદ્યમાન છતે એમનાં પ્રત્યક્ષ નિરૂપણથી, અને એઓ નામશેષ થયે, એમનાં શ્રવણ-મનનથી વ્યવહાર અને પરમાર્થઉભયના આદર્શરૂપ બની, આપણું જીવન ઉચ્ચતર કરવામાં એ સહાયભૂત થાય છે. કારણ કે, પૂર્વાવસ્થામાં, (કદાચિ) પ્રતિકૂળતારૂપી સરિતાને ઓળંગવા માટે સ્વાશ્રયરૂપી પૂલ બાંધી, ઉત્તરાવસ્થામાં, શુદ્ધબુદ્ધિ અને ઉદાર અંતઃકરણને સહાયક બનાવી, રાગ અને દ્વેષને કટ્ટરશત્રુ ગણી, દૂર તઃ ત્યજી દઈ, જન મંડળના કલ્યાણને અર્થે અને ગુણસંતતિની ઉત્પત્તિને અર્થે, પૂર્વાનુભવનો ઉપયોગ તેઓ કેવી રીતે કરે છે એ સર્વનું એમાં નિરૂપણ કરેલું હોય છે.
૧. નિર્ગમન કર.
૨. ધર્મને વિષે તત્પરતા, વાણીને વિષે મધુરતા, દાન દેવામાં ઉત્સાહ, મિત્ર પ્રતિ નિષ્કપટતા, ગુરૂપ્રતિ વિનય, ચિત્તની અતિ ગંભીરતા, આચારને વિષે પવિત્રતા, ગુણીજન પર અનુરાગ, શાસ્ત્રનું પરિપૂર્ણ જ્ઞાન, રૂપને વિષે સૌન્દર્ય અને પરમાત્માની ભક્તિ આ સર્વઉત્તમપુરુષોમાં દ્રષ્ટિગોચર થાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
પૂર્વે ગ્રીસ - રોમ આદિ પાશ્ચિમાત્ય દેશોના ઇતિહાસકારોએ પોતાના યા સમકાલીન કે પૂર્વકાલીન મહાપુરુષોનાં વૃત્તાન્ત લખી એમનાં નામ અમર
કરવાનો યોગ્ય પ્રયાસ કર્યો છે; તેમ વર્તમાન સમયના ચરિત્ર નિરૂપકો પણ - પોતાની ઇષ્ટ વ્યક્તિને અમર કરવાની અંતઃકરણની લાગણી, અને મુખ્યત્વે છે. કરીને એ વ્યક્તિના કીર્તિકથનદ્વારા સમુદાયની ઉન્નતિનો પરિપૂર્ણ વિશ્વાસ-એ ઉભય વિચારથી નામાંકિત પુરુષોને જગપ્રસિદ્ધ કરે છે.
જ્યારે આમ છે ત્યારે જે મહાપુરુષે એક વખતે (૧) પોતાની વસ્તૃત્વશક્તિથી, (૨) અત્યન્ત ગહન સિદ્ધાન્તોને વિકસિત કરનારા પોતાના સામર્થ્યથી, (૩) મનોજ્ઞ, દુપ્રેક્ષ્ય (dazzling) અને સર્વાશે યુક્તિમતું પ્રમાણોને ગ્રહણ કરી લેનારા પોતાના વિચારબળથી અને (૪) વિશાળ આશયો તથા - અસ્મલિત પુરુષાર્થથી, અત્યન્ત વ્યગ્રતાએ આકુળ છતાં પણ નિષ્કલંક અને : બહુદેશી દક્ષતાએ પૂર્ણ-કાર્યભાર વહન કરનાર રાજ્યનીતિજ્ઞ અમાત્ય તરીકે, જાણક્વચિત્ નમીને તો ક્વચિત્ નમાવીને દીર્ઘ દૃષ્ટિ પહોંચાડી દરેક કાર્ય કર્યું છે; વળી
સ્વતંત્ર સત્તા વિના પણ પ્રધાનપદનું નિર્વહણ કરી, શાસન અને સાધુતાના આ સંમીલનથી પોતાના પૂર્ણ મહત્વની છાપ પાડી ઉત્તમપ્રકારની નિપુણતા સિદ્ધ કરી
આપી છે; તથા રાજકુળમાં બનતા અનેક વિરોધવાળા પ્રસંગો શમાવવારૂપ આયાસમય ફરજો બજાવતાં, પ્રપંચ કરવામાં પ્રવીણ અને કાવતરાં કરવામાં કુશળ કહેવાતા પોલીસ ખાતાની અંગભૂત મારફાડ કર્યા વિના પણ વિજયપરંપરાઓ મેળવી અત્યન્ત અભિનંદનીય ચાતુર્ય દર્શાવ્યું છે; એટલું જ નહીં પણ, ઉત્તમપ્રકારની કાર્યશક્તિ, અંગીકૃત કાર્યમાં અખંડિત ઉત્સાહ અને દેશકાળને અનુસરતા વર્તન વડે, પોતાની કીર્તિને અક્ષય અને અજરપદ પ્રાપ્ત કરાવ્યું છે;એવા એક શાસ્ત્રપ્રસિદ્ધ નરરત્નનું જીવનચરિત્ર જનસમાજની ઐહિક તેમજ આમુષ્મિક ઉન્નતિનું ઉત્તમ સાધન થશે-એવી ધારણાથી આ અભયકુમાર
૧. “અભયકુમાર મંત્રીશ્વરની બુદ્ધિ હોજો” એ આપણા દર નવા વર્ષના દફતરમાં માંગળિક અર્થે લખાતા અનેક ઉત્કર્ષ સૂચક વાક્યોમાનું એક છે. એ પરથી પણ સમજાય છે કે અભયકુમારની બુદ્ધિ તીવ્ર અને સમયોચિત હોઈ ને જ દૃષ્ટાન્તાસ્પદ થઈ પડી હોવી જોઈએ.
Page #8
--------------------------------------------------------------------------
________________
| મંત્રીશ્વરનું જીવનચરિત્ર મૂળ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં લખી પ્રસિદ્ધિમાં કરી મૂકવાનો યોગ આવ્યો છે. ને બીજું આ કાવ્યને વિષે કર્તા-કવિ ઉપાધ્યાયે અનેક અતિ ઉપયોગી વિષયોનો અનુપમ સંગ્રહ કર્યો છે. ધર્મનું યથાર્થ સ્વરૂપ, તત્વનો યત્નપૂર્વક, નિર્ણય, સ્વર્ગનરકાદિકનાં સુખદુ:ખનો તાદેશ ચિતાર, પ્રાસંગિક ઉત્તમ
સ્ત્રીપુરુષોની નાની મોટી ઉપકથાઓ તથા સર્વથા અધિક કેવળી ભગવંતનો, સંસારી જીવને ઉપકાર કરનારો ઉપદેશ ઈત્યાદિ પ્રકરણોના પ્રસ્ફોટનને યોગે જાણે આ વૈરાગ્યરસના પ્રવાહની નદીઓ વહેતી કરી છે; તો એવા અમૂલ્ય અમૃતમય ઝરણામાંથી સર્વવિવેકી જનો યથારૂચિ પાન કરે એ પણ આ પ્રયાસનો એક હેતુ છે. | વળી ગ્રંથકારે આ ગ્રંથમાં ધર્મના અધિકારની સાથે પ્રસ્તુત મંત્રીશ્વરની બુદ્ધિકળાના દૃષ્ટાંતો અને ચમત્કારી કાર્યોની નોંધ લેતાં, ઉત્તમ કવિત્વશક્તિદર્શક ઉચ્ચ કલ્પનાઓ તથા પ્રૌઢ પણ સરલ શબ્દશૈલી સહિત સ્થળે સ્થળે ભિન્ન ભિન્ન ઋતુઓનાં વર્ણન, ગામ-નગર-પર્વતાદિ પૃથ્વીના વિભાગોના આબેહુબ ચિત્રો, સૃષ્ટિસૌંદર્યદર્શક સ્થળોનો મનહર આલેખ-વગેરે અભુત રસમય કાવ્યકળાના ચિત્તને આફ્લાદ ઉપજાવનારા વિષયો રૂપી પુષ્પોને અનેક અર્થ- ચમત્કૃતિ, વિવિધ વૃત્ત અને નવનવીન અલંકારો રૂપી દોરીઓ વડે ગુંથીને, આ ગ્રંથરૂપી પુષ્પહારની એવી મનપસંદ રીતે રચના કરી છે કે એ સંસ્કૃત હારનો સંસ્કૃતના અધિકારીઓ એકલા જ ઉપભોગ ન લે પણ ગુર્જરી ભાષાનો વિદ્વદ્વર્ગ સુદ્ધાં એ જુએ-નિરખે-હસ્તને વિષે ગ્રહણ કરે અને હોંશે હોંશે એની પરિમલથી આકર્ષાઈ એને સદાકાળ પોતાના કઠપ્રદેશને વિષે આરોપણ કરી રાખે-એવી પણ એક પ્રબળ ઈચ્છાને લીધે ભાષાંતર કર્તા એ પુષ્પહારને-એ મનહર અને નિત્યસુવાસિત હારને ગુર્જર જનમંડળને અર્પણ કરે છે. તો સર્વ ગુણજ્ઞ અને મહાનુભાવ આર્યજનો એને સાદર પરિધાન કરશે એવી અભિલાષા રાખવામાં આવે છે. માનવીની
અભયકુમાર મગધદેશના રાજ્યકર્તા શ્રેણિક મહીપાલનો પુત્ર હતો. યુવરાજ શ્રેણિક પોતાના પિતાની હયાતીમાં એક વખતે પિતાથી રીસાઈને દૂર
Page #9
--------------------------------------------------------------------------
________________
દેશાંતર જતો રહે છે. ત્યાં કોઈ ભદ્રશ્રેષ્ઠીની નંદા નામે પુત્રી સાથે એનાં લગ્ન થાય છે. નંદાને ગર્ભ રહે છે. એવામાં એના પિતા પ્રસેનજિત્ રાજાને પ્રાણહર વ્યાધિ થાય છે અને શ્રેણિક ક્યાં છે એના ઉડતા સમાચાર મળે છે. પિતા પુત્રને બોલાવી લે છે. આજ્ઞાંકિત પુત્ર પણ વૃદ્ધ પિતાનો આદેશ શીર પર ચડાવી એમની સેવામાં હાજર રહેવાને ચાલી નીકળે છે. નંદાને પોતે કોણ છે એ વિષે એક સમસ્યા આપી જાય છે. તો પણ નંદા એ સમજી શકતી નથી. Bir the thingylkes અહીં પ્રસેનજિત્ રાજાનો વ્યાધિ વધી પડવાથી એનું મૃત્યુ નીપજે છે અને યુવરાજ ગાદીનશીન થાય છે.
પાછળ નંદાને પુત્ર પ્રસવે છે. તે મોટો થાય છે અને પોતાનો પિતા ક્યાં છે એ સ્વાભાવિક પ્રશ્ન માતાને પુછે છે. માતા પણ શ્રેણિકે જતી વખતે એ આપેલી નિશાની પુત્રને બતાવે છે. વિદ્વાન પુત્ર તુરત સમજી જાય છે કે પોતે એક રાજપુત્ર છે અને એની માતા એક રાજપત્ની છે. પછી માતામહની આજ્ઞા લઈ માતાની સાથે પિતાને નગર જવા નીકળે છે.
તે વખતે શ્રેણિકરાજા પોતાના અનેક મંત્રીઓમાં મંત્રીશ્વર-સર્વથી શ્રેષ્ઠ મંત્રી -Prime Minister- ની પદવી આપવાને માટે પરીક્ષા લે છે. તે પરીક્ષા સર્વ કોઈને માટે-પ્રજાજનને માટે કોઈ પણ દેશાંતરથી આવેલા પ્રવાસીને માટે પણ ખુલ્લી હતી. વય સુધાંનું પ્રમાણ બાંધ્યું નહોતું. પણ એ પરીક્ષામાં કોઈ ઉત્તીર્ણ (વિજયી) થતું નથી. આબાળ વૃદ્ધ સર્વ-અધિકારી વર્ગ પણ સર્વ નાસીપાસ થાય છે.
એવામાં મોસાળમાં રહી જે પોતાના અતુલ બુદ્ધિબળ વડે સકળ વિદ્યાનો અભ્યાસ કરી પારંગત થયો છે, એવો વિદ્વાન અભય ત્યાં આવી પહોંચે છે. રાજાની પરીક્ષા વિષે સાંભળી પોતે એક ઉમેદવાર તરીકે બહાર પડે છે અને વયે નાનો પણ ચતુર અભય વિજયી નીવડે છે.
રાજા વિજયી અભયને પોતાની પાસે બોલાવે છે; અને ઓળખાણ નીકળે છે. પિતા પુત્રને ભેટે છે અને મુખ્ય અમાત્યની મુદ્રિકા અર્પણ કરે છે. આમ પુત્રઅભય પિતા-શ્રેણિકરાજાનો મંત્રી થાય છે.
(અહીં પહેલા સર્ગની સમાપ્તિ થાય છે.)
આ પ્રમાણે અમાત્યની પદવી પ્રાપ્ત કરીને અભયકુમાર રાજા, પ્રજા,
Page #10
--------------------------------------------------------------------------
________________
ઉભયનાં હિતનાં કાર્યો કેવી કુશળતાથી બજાવી આપે છે એ વગેરે પછીના સર્ગોમાં વર્ણવેલું છે.
ન
અભયકુમાર મંત્રીની ખરેખરી રાજનીતિજ્ઞતા તો એ જ છે કે પોતે જેનો પુત્ર છે એનો પાછો અમાત્ય પણ પોતે જ છતાં, એકે તરફ સ્વાર્થવૃત્તિથી ન દોરાતાં રાજાનું-પોતાના પિતાનું હિત સાચવી જાણે છે અને એજ સમયે પાછો પરમાર્થી એવો એ પ્રજાનાં મન પણ રંજન કરી જાણે છે.
આવા એક નમુનેદાર મંત્રીનું જીવનચરિત્ર પ્રજાને લેશ પણ બોધપ્રદ જણાઈને આવકારદાયક થઈ પડશે તો હું આ મારો પ્રયાસ ફળીભૂત થયેલો સમજીશ; અને આ ચરિત્રનો ઉત્તર ભાગ, જે વિશેષ ચમત્કારી અને ઉપદેશાત્મક હોઈને ઉતરાવસ્થાને પ્રાપ્ત થયેલા મનુષ્યોના સ્વભાવતઃ શંકાશીલ હૃદયોના પ્રશ્નોના ઉત્તર આપી સમાધાન કરવામાં એક ગુરુ કે મહાત્મા યોગી સમાન છે તે પણ, -પ્રજા સન્મુખ મુકવાને ભાગ્યશાળી થઈશ.
છેવટે; આ સંસ્કૃત મહાકાવ્યનું ગુજરાતી ભાષાન્તર મેં મારાથી બન્યું તેટલું શુદ્ધ કર્યું છે, જરૂર જણાઈ ત્યાં ત્યાં ફૂટનોટ આપી છે, અને વળી રહી ગયેલી ફૂટનોટ, ટીકા વગેરે માટે ગ્રંથને છેવટે પરિશિષ્ટ સુદ્ધાં મુકવા ભૂલ્યો નથી-છતાં “મનુષ્ય માત્ર દોષને પાત્ર છે” તો હું આ મારા પ્રયાસમાં રહી ગયેલી હરકોઈ ભૂલો માટે વાચક વર્ગની ક્ષમા ચાહું છું.
વળી ભાષાન્તર કરતાં શંકા પડેલી ત્યાં, મને સદા શિષ્યદૃષ્ટિથી નીહાળનાર મારા ગુરુવર્ય પંન્યાસજી શ્રીમદ્ગંભીરવિજયજી મહારાજે, અને મુનિરાજ શ્રી ચારિત્રવિજયજીએ સમાધાન કરેલું છે એ બાબતમાં એઓશ્રીનો અંતઃકરણપૂર્વક ઉપકાર માની આ પ્રસ્તાવના સમાપ્ત કરું છું.
ભાવનગર આષાઢીબીજ, વિ.સં.૧૯૬૪
લી.
Jupse UPS
ભાષાન્તર કર્તા.
మల
156
કિ
Page #11
--------------------------------------------------------------------------
________________
વિમોચન..... એક ગુઢ નીતિશાસ્ત્રનું
જીવન જ્યારે અંધાધૂંધીનું પર્યાય બની ગયું છે. મન કુરુક્ષેત્ર બન્યું છે. હૃદય હુલ્લડ અને રમખાણોનું મેદાન બન્યું છે, ને એટલે જ, ‘મેનેજમેન્ટ ચાણક્ય' જેવા પુસ્તકો વિશ્વના બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. ડુબતો માણસ તરણું ઝાલે... કાળ બની ગયો છે આ વિકરાળ પ્રશ્ન...Howto Manage? દુનિયા લગભગ અજાણ છે એક મેનેજમેન્ટ -ગુરુથી જેની બુદ્ધિ ચાણકયને પણ ટક્કર મારે એવી હતી જેનું નામ હતું મંત્રીશ્વર અભયકુમાર.
પ્રસ્તુત પુસ્તક એ માત્ર એમનું “જીવનચરિત્ર' નથી, પણ એક “ગૂઢ નીતિશાસ્ત્ર” છે, એક ઉત્કૃષ્ટ કક્ષાની “મેનેજમેન્ટ - ગાઈડલાઈન” છે. જીવનના કોઈ પણ જાતના પ્રશ્નો - સમસ્યાઓ-આપત્તિઓ હોય. ફરી ફરી આ પુસ્તક વાંચો, અને આમાંથી ઉકેલ-સમાધાન મળી રહેશે. • ખેંચાયાં ને લાંબા થયા વિના તમારા લક્ષ્યને કેમ આંબવું ? એનો ઉકેલ
વીંટી”ની ઘટનામાં છે. દરેક ઘટનાને પોઝિટીવ-એટીટ્યુડથી જોવાની કળા ‘સુલસાશોકની ઘટનામાં છે.
અશક્યને શક્ય બનાવવાની એનર્જી અકાલમેઘ’નો પ્રસંગ આપે છે. ‘ગૃહકલહ'ના અપસેટવાતાવરણમાં ‘સેટિંગ’ કઈ રીતે કરવું, એનો ઇશારો ‘શ્રેણિકશંકા'ની ઘટનામાં છે.
ઓછા પ્રયાસે વધુ ને સારું પરિણામ શી રીતે મેળવવું, એનો અણસાર ‘એકદંડિયા મહેલ'ની નિર્માણ કથા આપે છે. • રસ્તાના કાંટાને માત્ર દૂર કરવાનો જ નહીં, પણ એ કાંટાને જ ફૂલ બનાવી
દેવાનો ઉપાય “આપ્રચોર’ની ઘટનામાં છે. • પારિવારિક પ્રેમ અને ઔચિત્યની પરાકાષ્ઠા “કૌમુદી મહોત્સવ'ની ઘટના દેખાડી આપે છે. ભલભલા બુદ્ધિમાનોને પણ વશ કરવાની કળા ‘રૌહિણેયગ્રહના પ્રસંગમાં છે. તો સીમિત બુદ્ધિ - સાધનાથી અસીમ કાર્યસિદ્ધિનું બીજ ‘આદ્રપ્રતિબોધ'ની ઘટનામાં છે.
અભયકુમાર = મેનેજમેન્ટ. પરિવાર જેવા લૌકિક પ્રયોજનોથી માંડીને
Page #12
--------------------------------------------------------------------------
________________
પરમ પદ જેવા લોકોત્તર પ્રયોજનને સિદ્ધ કરવા માટેના સફળ કિમિયાઓ મંત્રીશ્વર અભયકુમાર આપી રહ્યા છે. આવા પરમપ્રાજ્ઞ, અતુલ્ય મેધાવીને બુદ્ધિના બેતાજ બાદશાહ જેવા આત્મા પણ સામેથી મળતી રાજગાદીને લાત મારીને ચારિત્રના પંથે પ્રસ્થાન કરે, એ ઘટના જગતના ભલભલા બુદ્ધિશાળીઓને સંગીન વિચારણામાં ગરકાવ કરી દે એવી છે. બુદ્ધ તો એ છે કે જે ભૌતિક પદાર્થો ખાતર આત્મકલ્યાણની ઉપેક્ષા કરે છે... અશાશ્વત ખાતર શાશ્વતની અવગણના કરે છે. હજારો પુણ્યાત્માઓ આજે અઢી હજાર વર્ષ પછી પણ એ મહાપુરુષને યાદ કરે છે... ને દરનૂતન વર્ષની પ્રભાતે ચોપડાના પ્રથમ પૃષ્ઠ લખે છે... “અભયકુમારની બુદ્ધિ હોજો.” એ બુદ્ધિ જેણે સેંકડો આપત્તિઓથી તો નિસ્તાર કર્યો જ... સંસાર સાગરથી પણ નિખાર કર્યો. આજે આ અભયકુમાર ‘ટોપક્લાસ’ના દેવલોક - અનુત્તર વિમાનમાં પરમઆનંદમાં ઝૂમી રહ્યા છે. હવે માત્ર એક જ ભવ... ને મોક્ષનું સર્વોત્કૃષ્ટ સુખ એમને સ્વાધીન. આનું નામ બુદ્ધિ... ફરી ફરી માંગવાનું મન થાય... અભયકુમારની બુદ્ધિ હોજો .
આત્મીય પંન્યાસપ્રવર શ્રી સત્યસુંદરવિજયજી મ.સા. એક કુશળ સંપાદક છે. પૂર્વે પણ તેમણે અનેક દળદાર સાત્ત્વિક ગ્રંથોના સંપાદન કરેલા છે. એ જ શૃંખલામાં આજે આ પાણીદાર મોતી ઉમેરાઈ રહ્યું છે. એ આનંદનીય - અનુમોદનીય છે. સમ્યકજ્ઞાન પ્રસારની તેમની આ યાત્રા અવિરત બને એવી અંતરની શુભેચ્છા સહ વિરમું છું. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિદુક્કડમ્.
ભા. (૧) વ-૩ વિ.સં. ૨૦૬૮ શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ લી શ્રી આદિ- સીમંધરધામ કી સમા, વડોદરા.
પ્રાચીન શ્રતોદ્ધારકપ.પૂ.આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણસેવક
આચાર્ય કલ્યાણબોધિસૂરિ
Page #13
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા સર્ગ પહેલો: મંગળાચરણ, જંબૂદ્વીપ ભરતખંડનું વર્ણન, મગધદેશજો કુશાગ્રપુરનું વર્ણન. પ્રસેનજિતુ રાજા-એનું અંતઃપુર, પુત્ર-જન્મ-પરીક્ષા, - શ્રેણિકકુમારનું અનુપમબુદ્ધિબળ. “ભંભાસાર” શ્રેણિક, શ્રેણિકનું વિદેશગમન,
ભદ્રશેઠનું આતિથ્ય. વિવાહ-પ્રાર્થના સ્વીકાર. નંદાનું વર્ણન. નંદા ગર્ભવતી. | પ્રસેનજિતુ રાજાની માંદગી. પિતા-પુત્રનો મેળાપ, રાજ્યાભિષેક.
શ્રેણિકરાજાનાં કાર્યાનુષ્ઠાન. નંદાના દોહદ, અભયકુમારનો જન્મ, જન્મમહોત્સવ, નિશાળગરણું. અભયકુમારની વિદ્વત્તા, મા દીકરાની વિદાયગિરિ, અભયકુમારનો બુદ્ધિપ્રભાવ સમાગમઓળખાણ......... પૃષ્ટ ૧ થી ૪૭ સુધી.
સર્ગ બીજો : પ્રવેશ મહોત્સવ. સી. નંદા પટ્ટરાણીપદે. સપત્નીનું વિષમચિત્ર. અભયકુમારનો વિવાહમંડપ. વધૂનાં વસ્ત્રાલંકાર. અભયકુમાર વરરાજા, પાણિગ્રહણ-મંત્રીશ્વરની પદવી. નાગસારથિ-સતી સુલતા. પ્રશંસા પરીક્ષા, પુત્ર-પ્રાર્થના. બત્રીશ પુત્રોનો જન્મ. ચેટકરાજા એની સાત પુત્રીઓ. ધર્મ-પાંચ પ્રકારની શુદ્ધિ. સુયેષ્ટા-એનો પટ્ટ પર આલેખ. પિતાની નિરાશા પુત્રનો પ્રયાસ. સુજયેષ્ટાની તીવ્ર અભિલાષા. કાર્યસિદ્ધિ. “રામનું સ્વપ્ન ભરતને ફળ્યું.” ! હર્ષ અને ખેદ-લાભ અને મંત્રીપુત્ર. તપસ્વી ગુરુનો ભક્તિમા શિષ્ય ! તપસ્વીનો પરાભવ-સંકલ્પ નિયાણું ચલ્લણાનો ભયંકર દોહદ, અશોકચંદ્ર ઉફી “કુણિત”નો જન્મ.
પૃષ્ટ ૪૮ થી ૯૬ સુધી.
સર્ગ ત્રીજો : શાસ્ત્ર પારગામી સ્વપ્નપાઠકો. નવી રાણીનો નવો દોહદ. અભયકુમારનો મિત્ર-દેવતા. અકાળે વર્ષા એનું વર્ણન. મેઘકુમારનો જન્મદાસીનો હર્ષોવેશ. યૌવનાવસ્થા-પાણિગ્રહણ. દંપતીનો ગોષ્ટીવિનોદસમસ્યાપૂર્તિ. સમસ્યાપૂર્તિ (શરૂ). શ્રી વીરભગવાનનું સમવસરણ. દેવ-મનુષ્યતિર્યંચની પર્ષદા, ઉદ્યાનપાળકની વધામણી, પ્રભુના અતિશય-શ્રેણિકરાજાની
Page #14
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ. પ્રભુની દેશના-નારકીનું સ્વરૂપ, મનુષ્યભવનાં દુઃખ. “ઘેર ઘેર માટીના ચૂલા.” શ્રાદ્ધધર્મ એના અતિચાર. શ્રાદ્ધધર્મ એના અતિચાર (શરૂ). સમવસરણને ભવિષે બળિ-એનો પ્રભાવ. મેઘકુમારનો વિરક્તભાવ, વત્સલ માતાનો સત્વવંત Rપુત્ર, દીક્ષા મહોત્સવ, નવદીક્ષિતનું સંક્લિષ્ટ ચિત્ત. પૂર્વભવ-ગ્રીષ્મઋતુનું વર્ણન.
વનને વિષે મહાન દાવાગ્નિ, તિર્યંચ છતાં પણ દયાની ઓળખાણ. દુષ્કર તપશ્ચર્યા. અભયકુમારનું “ટાઈમટેબલ” બુદ્ધિશાળી મંત્રીશ્વરની ઉત્તમ
ભાવના...
પૃષ્ટ ૯૭ થી ૧૫ર સુધી.
સર્ગ ચોથોઃ શિશિર ઋતુના સંતાપ શ્રેણિક રાજાની શંકા. “મુંડાવ્યા પછી વાર શો પૂછવો?” એકદંડીઓ મહેલ. રાજારાણી કે દેવદેવી? ચોર પકડવાની યુક્તિ. કરિયાણું સારું અવશ્ય ખપનારું. પતિવ્રતા પદ્મિનીની પૂર્ણ પ્રતિજ્ઞા, પ્રભાતનો સમય, ચોરનું પકડાવું. શ્રી વીરપ્રભુનું પુનઃ આગમન. “ઘેર બેઠાં ગંગા.” કૌમુદી મહોત્સવ. મન અને મુદ્રા ચોરનારતસ્કરરાજા. રાજાને રાગરાણીને વૈરાગ્ય. લોહખુર ચોર. ચોર પિતાનો ચોરપુત્ર રોહિણેય. પ્રજાની ફરિયાદ-રાજાનો કોપ. રોહિણેય પકડાય છે. અભયકુમારની બુદ્ધિનો ઉઠાવન છે ઈન્દ્રજાળ કે સ્વપ્ન? ઠગબાજ ચોરનો છેવટ પશ્ચાત્તાપ, વૈરાગ્ય-શુદ્ધિ...
પૃષ્ટ ૧૫૩ થી ૧૯૬ સુધી.
| સર્ગ પાંચમો - અભયકુમાર-એનો મિત્ર આદ્રકુમાર. અનુપમભેટ. પૂર્વભવનું સ્મરણ. મિત્રદર્શનની ઉત્કંઠા. આદ્રકુમાર પ્રત્યેક બુદ્ધ સાધુને વરનારી શ્રીમતીની યોવનાવસ્થા. પિતાનો આગ્રહ-પુત્રની દલીલ. ભાવિની પ્રબળતાઆદ્રકમુનિ સંસારી, ગૃહસ્થાશ્રમનાં બાર વર્ષ. “ધર્મની” વ્યાખ્યા. ગોશાળા સાથે ) વાદવિવાદ. હસ્તીનો “મોક્ષ” આÁકમુનિનું મોક્ષગમન. જિનદત્ત શેઠ અને એનું ના કુટુંબ. લક્ષ્મીનો નાશદારિદ્રય. યોગી જેવો જણાતો પુરુષ. ભૂતનું સ્મરણ - વર્તમાનનું અવલોકન. ધર્મનો પ્રભાવ - પુનઃભાગ્યનો ઉદય. આનંદમાં વિઘ્ન
Page #15
--------------------------------------------------------------------------
________________
- અમૃતમાં વિષ, દરિદ્રશિરોમણિ વિપ્ર સેડુબક. મૂર્ખશિરોમણિની યાચના. કૃતની * પુત્રોનો પ્રપંચી પિતા. વિધાતાની અનુકૂળતા દેહ જ સ્વર્ગ. સેડુબકના ઉત્તર ભવ.
કલ્પદ્રુમ છતાં દારિદ્રતા? સત્વવંત રાજા-દેવતાની અનુપમભેટ. આપે તેવું મળે. [ વાવે તેવું લણે. ગાડરીઓ પ્રવાહ તો મૂખનેજ શોભે. વિષનો પરિત્યાગ-અમૃતનું
ગ્રહણ.
1િીકારી લીધા પૃષ્ટ ૧૯૭ થી ૨૫૨ સુધી.
પરિશિષ્ટ અને ટિપ્પણી... પૃષ્ટ ૨૫૩ થી ..
gિ
Lag
Ja
હાલ
Page #16
--------------------------------------------------------------------------
________________
श्री सर्वज्ञाय नमः।
*
मलयभार मंत्रीश्वर
જીવન ચરિત્ર
સર્ગ પહેલો | आदौ धर्मोपदेष्टारं केवलालोकभास्करम् । सुरासुरनतं वन्दे श्रीनाभेयजिनेश्वरम् ॥१॥ हरयोऽपि नमस्यन्ति येषां पादान् बतानिशम् । तेऽन्येप्यजितनाथाद्या जयन्ति जिनकुंजराः ॥२॥ यस्य कान्तिः स्वर्णवर्णोल्लसन्ती चैत्यपादपे। स्थिताऽधाद्गरुडस्याभां स वीरः श्रेयसेऽस्तु मे ॥३॥ स्वस्यासदपि यो वस्तु स्वशिष्येभ्यः किमप्यदात् । श्रीगोतपमगणेन्द्राय तस्मै लब्धिमते नमः ॥४॥ श्रीसुधर्मगणाधीशमुख्या दुःप्रसभान्तिमाः । निवसन्तु मम स्वान्ते श्रीयुगप्रवरागमाः ॥५॥
૧. આ “અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર” એક મહાકાવ્ય છે; કારણ કે “મહાકાવ્ય”નાં કહેલાં સર્વ લક્ષણોથી એ સમેત છે. કર્તા કવિ શ્રીચંદ્રતિલક Gपाध्याय आशीर्नमस्क्रिया वस्तुनिर्देशो वाऽपि तन्मुखम् (माशी, नभरार है વસ્તુ નિર્દેશથી કાવ્યનો પ્રારંભ કરવો જોઈએ) એ વચન પ્રમાણે (એ ત્રણમાંથી એક) नमस्कार ३पी भंगलथी व्यनो मारंभ 5रे छे. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
Page #17
--------------------------------------------------------------------------
________________
"પ્રથમ ધર્મોપદેશક, ‘કેવળજ્ઞાનરૂપી પ્રકાશવાળા સૂર્ય, અને સુર તેમજ અસુરો જેમને નમન કરે છે એવા શ્રી ઋષભદેવ ભગવાનને હું વંદન કરું છું.૧
ઇન્દ્રો પણ જેમના ચરણને અહર્નિશ નમે છે એવા અજિતનાથ આદિ બીજા જિનવરો પણ જયશાળી વર્તે છે.૨
જેમની દેદિપ્યમાન હેમવર્ણી કાન્તિ અશોકવૃક્ષને વિષે રહી છતી ગરૂડની કાન્તિને ધારણ કરતી હતી એવા શ્રી વીરપ્રભુ મારા કલ્યાણને અર્થે હો.૩
જેમણે પોતાની પાસે નહોતી એવી પણ કોઈ અવર્ય વસ્તુ પોતાના શિષ્યોને આપી હતી એવા લબ્ધિવાળા “શ્રી ગૌતમ ગણધરને નમસ્કાર થાઓ.૪
જેમને વિષે શ્રી સુધર્માગણધર પ્રથમ થઈ ગયા છે અને દુ:પ્રસભ એ નામના છેલ્લા થશે એવા યુગપ્રધાનો મારા હૃદયને વિષે વાસ કરો.૫
૧. સાધુધર્મ અને શ્રાવકધર્મ એ ઉભય પ્રકારનો ધર્મ લોકોને પહેલો આદિ પ્રભુ શ્રી ઋષભદેવે જ બતાવ્યો હતો. ૨. આપણા જૈનશાસ્ત્રમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન (કૈવલ્ય) એમ ઉત્તરોત્તર પાંચ પ્રકારનાં જ્ઞાન કહ્યાં છે. તેમાં કેવળજ્ઞાન=સર્વજ્ઞતા એ સર્વથી ઊંચું છે. ૩. બહુવચનઃ કારણ કે એમની સંખ્યા ૬૪ છે.
૪. અશોક વૃક્ષ જિનેશ્વર ભગવંતના આઠ પ્રાતિહાર્યો (સાથેને સાથે રહેનારા attendants)માંનું એક છે. ગોવૃક્ષ: સુરપુષ્પવૃષ્ટિ: રીવ્યધ્વનિ શામરાસ ૨ / મામંડ« ગુજરાતપત્ર યુઃ પ્રાતિહાર્યાnિ જિનેશ્વરી મામ્ . ૫. સમવસરણને વિષે શ્રી વીરપ્રભુ દેશના (ઉપદેશ-પ્રતિબોધ) આપતા હોય ત્યારે ઉપર રહેલા અશોકવૃક્ષને વિષે એમના શરીરની સુવર્ણવર્ણ કાન્તિ-તેજ-પ્રકાશ પડે; માટે વૃક્ષવાસી અને પીત વર્ણના ગરૂડની કાન્તિ સાથે એ (શ્રી મહાવીરની કાન્તિ) ને સરખાવી છે. ૬. એમની પાસે નહોતી એવી અવર્ય વસ્તુ તે કેવળજ્ઞાન. એમના નવ દીક્ષિત શિષ્યોને એમનાથી પહેલું કેવળજ્ઞાન પ્રાપ્ત થતું હતું; એમને પછી પ્રાપ્ત થયું હતું. ૭. અગમ્ય શક્તિ ચમત્કાર. high attainments. ગૌતમ ગણધરની લબ્ધિ માટે કહ્યું છે કે :
અમને પારણે તાપસ કારણે ક્ષીર લબ્ધ (લબ્ધિએ) કરી અખુટ કીધી. ૮. ગણ=સમુહ શિષ્યોનો સમૂહ. ગણધર એટલે એ શિષ્યોને વિષે મુખ્ય, મહાવીરના મુખ્ય શિષ્ય.
૯. પોતપોતાના યુગ એટલે કાળને વિષે પ્રધાન એટલે શ્રેષ્ઠ શ્રેષ્ઠ આચાર્યો. એવા યુગપ્રધાનોની કુલ સંખ્યા ૨૦૦૪ની કહી છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #18
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન અને ક્રિયાને ચઢવાને માટે થડરૂપ ચરણ છે જેમને એવા; વળી જેમને હસ્ત એ શાખાઓ છે; આંગળીઓ પ્રશાખા છે; નખરૂપ પલ્લવો છે; દંતપંક્તિરૂપ પુષ્પો છે; ઓષ્ઠરૂપી મકરંદ છે; ચક્ષુરૂપી ભ્રમરો છે; કર્ણલતારૂપ સરસ્વતી અને સંયમશ્રીને હિંચકવાના હિંચકા છે; મોક્ષરૂપી ઉત્કૃષ્ટ ફળ છે; અને ભાલ અને નાસિકાવંશરૂપી, સરસ્વતી દેવીએ હિંચકતી વખતે (તે વૃક્ષ ઉપર) સ્થાપન કરેલા અલાબુ અને વીણાદંડ છે;-એવા, વિબુધોથી સેવાતા, જંગમ કલ્પવૃક્ષરૂપ શ્રીજિનેશ્વરસૂરીંદ્ર મનવાંછિતને પૂર્ણ કરો.'
સર્વ વિદ્યારત્નના સાગર, ઉદાર તથા નિર્મળ ચિત્તવાળા અને સર્વ સાધુઓના શિરોમણિ શ્રી વિજયદેવસૂરિને હું નમસ્કાર કરું છું;-કે જેમની પાસેથી અર્થગ્રંથિને પ્રાપ્ત કરીને, મંદબુદ્ધિ એવો પણ હું, વણિકપુત્રની પેઠે જ્ઞાનરૂપી ઋદ્ધિવાળો થાઉં.
જેની કૃપારૂપ નિસરણીને પ્રાપ્ત કરીને જડપુરુષ પણ કવિ પ્રબંધરૂપ મહેલ પર સુખેથી ચઢી શકે છે એવી, જિનેશ્વર ભગવાનૂના મુખકમળને વિષે વસનારી, અને ચિંતામણિની પેઠે ઇચ્છિત ફળ આપનારી સરસ્વતીદેવીને હું જીવું છું.
૧. વિબુધો : (૧) વિદ્વાન લોકો (૨) દેવતાઓ. ૨. કલ્પવૃક્ષ સ્થાવર હોય માટે જંગમ મુનિની સાથે સાદેશ્ય ન બેસે–એ વિસંવાદિપણું દૂર કરવાને માટે કલ્પવૃક્ષને જંગમ' એ વિશેષણ આપ્યું છે. ૩. અહીં જિનેશ્વરસૂરિને કલ્પવૃક્ષની સાથે સરખાવ્યા છે : કલ્પવૃક્ષને થડ-શાખાઓ-પ્રશાખાઓ-પલ્લવો-પુષ્પો-મરકંદ(રસ) અને ભ્રમરો,તેવાં જ સૂરિને ચરણ-હસ્ત-આંગળીઓ-નખ-દંતાવળી (દાંતની હાર)-ઓષ્ઠ અને ચક્ષુ; કલ્પવૃક્ષને દેવીઓને હિંચકવાની લતા હોય તેમ અહીં સૂરિને, સરસ્વતી દેવીને અને ચારિત્રલક્ષ્મી દેવીને હિંચકવાને બે કર્ણરૂપી લતાઓ; કલ્પવૃક્ષ ફળ આપે છે એમાં મુનિથી-મુનિની દેશના (ધર્મોપદેશ)થી- દેશનાના શ્રવણ-ધારણ-નિદધ્યાસથી મોક્ષરૂપી ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આટલા સાદેશ્યથી બસ ન હોય તેમ ગ્રંથકર્તા હજુ વિશેષ સાદશ્ય કહે છે : સરસ્વતી દેવી વૃક્ષ પર ચઢીને હિંચકે ત્યારે પોતાના અલાબુ અને વીણાદંડ (વીણા અને ગજ) વૃક્ષ પર મૂકે એવું અહીં મુનિના સંબંધમાં શું ? તો કહે છે કે-એમનું ભાળ-કપાળ (કે જે અલાબુસમાન વિસ્તીર્ણ છે) અને નાસિકા વંશનાકની દાંડી (કે જે વીણાદંડ-ગજ જેવી સીધી પાતળી અને અણીદાર છે.)
૪. અર્થગ્રંથિઃ (૧) અર્થની ગુંથણી રચના (૨) અર્થ-દ્રવ્ય-ની થેલી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
Page #19
--------------------------------------------------------------------------
________________
અનેક અદ્ભુત, શાંત આદિ રસરૂપી નીરના સરોવર તુલ્ય એવું અભયકુમારનું ચરિત્ર હું કહું છું.
ચરિત્રારંભ
જેમ વિમાનોને વિષે ઉડુ વિમાન અને નક્ષત્રોને વિષે ચંદ્રમાં પ્રસિદ્ધ છે તેમ દ્વીપોને વિષે શ્રેષ્ઠ જંબુદ્વીપ નામે પ્રસિદ્ધ દ્વીપ છે. એમાં *સીમાપર્વતથી ભિન્ન થયેલ ભરતાદિ પોળો, વિદેહરૂપી ચૌટાં, સુંદર ઊંચા સુરાલયો, વિજયાદિ ચાર દ્વારવાળો કિલ્લો અને સમુદ્રરૂપ ખાઈ હોવાથી એ જાણે એક “નગરની શોભાને ધારણ કરે છે. વળી સર્વ દ્વીપોનો એ સ્વામી હોય નહિ ! એવો છે; કારણ કે મેરૂપર્વતરૂપ એનો અતિ ઉચ્ચ કીર્તિસ્તંભ જણાય છે. વિજયો રૂપ આભૂષણવાળો એવો એ વળી વિજયી નૃપની લક્ષ્મીને ધારણ કરે છે, કારણ કે અન્ય દ્વીપરૂપી રાજાઓ એને પોતાની વચ્ચે રાખીને રહેલા છે. અથવા તો તીર્થકરની જન્મભૂમિ એવો એ (દ્વીપ) વાણીને ગમ્ય જ નથી, કારણકે હસ્તિના પગલાંમાં
૧. (કાવ્યગ્રંથોમાં) રસકભાવ એ રસ આઠ છે. શૃંગાર-હાસ્ય-કરૂણા-રૌદ્રવીર-ભયાનક-બીભત્સ-અભુત. કેટલાક શાંતરસને પણ એક રસ ગણે છે. વળી કેટલાક વાત્સલ્ય રસને એમાં ઉમેરીને બધા મળી દશ રસ ગણાવે છે. કાવ્યમાં રસ ઓછે વત્તે કે પૂર્ણ અંશે આવે જ. (વાક્ય રસાત્મ સ્રાવ્ય)
૨. સીમા પર્વત વર્ષધર પર્વતો. એ સાત છે; હેમવંત, મહાહમવંત, નિષધ, શિખરી, રૂપી, નીલવંત અને મેરૂ. ૩. ભરતાદિષભરત વગેરે; અર્થાત ભરત, હેમવંત, હરિવાસ, ઐરાવત, ઐરણ્યવંત, રમ્ય અને મહાવિદેહ (જે સાત વર્ષધર ક્ષેત્રો છે). ૪. જંબૂદ્વીપને વિજય આદિ ચાર દરવાજા છે : (૧) વિજય (૨) વિજયંત (૩) જયંત અને (૪) અપરાજિત.
૫. જંબૂદ્વીપને નગરની ઉપમા આપવામાં આવે ત્યારે જેજે નગરમાં હોય તે બધું જંબૂદ્વીપમાં પણ જોઈએ (જુઓ) : નગરને આસપાસ ખાઈ હોય તેમ જંબૂદ્વીપને આસપાસ વીંટળાયેલો સમુદ્ર એ જ ખાઈ; નગરને પોળો હોય તેમ જંબૂદ્વીપને ભરતાદિ પોળો; નગરને બજારો હોય તેમ જંબૂદ્વીપને મહાવિદેહના ૩૨ વિજયોરૂપી બજાર; નગરને કોટ હોય તેમાં જંબૂદ્વીપને વમય જગતીનો કોટ; અને નગરમાં દેવમંદિરો (દેરાસરો) હોય તેમ જંબૂદ્વીપમાં દેવમંદિરો (દેવતાઓને રહેવાના સુંદર આવાસ) આવી રહ્યાં છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #20
--------------------------------------------------------------------------
________________
સર્વના પગલાં સમાઈ જાય છે.'
એ જંબૂદ્વીપને વિષે ધર્મરૂપી કણલક્ષ્મીને મેઘસમાન ભરતખંડ નામનો ખંડ છે; તે, સાધુનો ધર્મ જેમ છ વ્રતમાં વહેંચાયેલો છે તેમ 'છ ભાગમાં વહેંચાયેલો છે. “એ લવણ જળના પૂરના આગમનને રૂંધનારા અને (તેથી) વૈતાદ્યરૂપી સ્થિર પડેલા બાણને સંધાન કરવાને ઈચ્છાતુર એવા જંબૂદ્વીપે, એ લવણસમુદ્રના ઉચ્છેદને અર્થે ખેંચેલું જગતીના કોટરૂપી પીઠવાળું અને હિમાદ્રિરૂપી પણછવાળું જાણે એક ધનુષ્ય હોય નહીં એવો દેખાય છે. વળી એ નિઃસંશય વસુંધરારૂપી સ્ત્રીનું લલાટ છે, કારણકે એને પણ ગંગા એજ જાણે તિલક. આમ છતાં પણ એને અષ્ટમીના ચંદ્રમાનું સાદશ્ય અપાય નહિ, કારણકે એ ચંદ્રમા તો એના હજારમા ભાગની કળાનો યે ધારણ કરનારો નથી.’
આ ભરતખંડમાં મગધ નામનો એક દેશ છે. એ નિશ્ચયે સ્વર્ગનો જ એક વિભાગ હોય નહીં એવો છે કારણકે એને પામીને પંડિતો અમર થયા છે. ત્યાંના સરોવર માનસ સરોવર જેવાં છે. નદીઓ સ્વર્ગ ગંગા
૧. પગલામાં મોટામાં મોટું પગલું હસ્તિનું, તેમ ભૂમિમાં ઉત્તમમાં ઉત્તમ તીર્થકરની જન્મભૂમિ; માટે એ ભૂમિનું વિશેષ વર્ણન શું કરવું ? ૨. ધાન્ય. ૩. સાધુના છ વ્રતઃ પ્રાણાતિપાત વિરમણ (જીવહિંસા ન કરવી તે), મૃષાવાદ-વિરમણ (અસત્ય ન બોલવું તે), અદત્તાદાનવિરમણ (ચોરી ન કરવી તે), બ્રહ્મચર્ય, પરિગ્રહત્યાગ, (પાસે દ્રવ્ય ન રાખવું તે), રાત્રિભોજનત્યાગ. ૪. વૈતાદ્ય અને હિમાદ્રિ પર્વતોથી, તથા ગંગા અને સિધુ નદીઓથી ભરતક્ષેત્રના છ ભાગ પડેલા છે તે આ પ્રમાણે : બે સિલ્વખંડ, બે મધ્યખંડ, બે ગંગાખંડ. ૫. એ (ભરતખંડ)............ જાણે એક ધનુષ્ય હોય નહીં ........ (આમ સંબંધ છે).
૬. લલાટને વિષે તિલક જોઈએ; તો ભરતક્ષેત્રરૂપી લલાટને વિષે (લલાટાકારે વહેતી) ગંગાનદી-એજ (જાણે) તિલક. ૭. ભરતક્ષેત્રને લલાટ ઠરાવ્યું ત્યારે સર્વ લલાટને અષ્ટમીના ચંદ્રની ઉપમા અપાય છે તેમ એને પણ એ સાદેશ્ય આપવું જોઈએ; પણ કવિ કહે છે કે એને એ સાદૃશ્ય અપાય નહિ. ૮. કવિની આ ઘટના કળા શબ્દના બે અર્થ ઉપર છે. કળા= (૧) ચંદ્રમાની કળા digit (૨) એક જાતનું માપ ભરતખંડ, ૧૯ કળાનો એક યોજન એવા પ૨૬ યોજન અને ૬ કળાનો છે. એટલે કે (૫૨૬ x ૧૯) + ૬ = ૧૦,૦૦૦ કળાનો છે અને અષ્ટમીના ચંદ્રમાની તો ૮ જ કળા છે તે ૧૦,૦૦૦ કળાનો ૧,૦૦૦ મો ભાગ પણ ન થયો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
Page #21
--------------------------------------------------------------------------
________________
તુલ્ય છે. વાવો દેવતાઓની વાવ સમાન છે. અને દ્રહ પદ્મદ્રહ સરખા છે. ત્યાં ધાન્યોને (એક વાર) લણી લીધા છતાં પણ, પાપી અને ખળ પુરુષોએ હરી લીધેલી ભાગ્યવંત પુરુષોની લક્ષ્મીની પેઠે, પુનઃ પુનઃ ઉત્પન્ન થાય છે. શંખની ઉત્પત્તિવાળી એની ભૂમિ લીલાં અને વિચિત્ર હરિત નામના સ્વાદિષ્ટ ઘાસને લીધે મેરૂપર્વતની સુવર્ણના તૃણવાળી ભૂમિકાજ હોય નહીં શું ? એવી શોભી રહી છે.
ત્યાં ઘટપૂર દુધ આપનારી હજારો ઉદાર ગાયો જાણે વિધ્યાચળની. હાથણીઓ હોય નહીં એમ સ્વેચ્છાએ ફર્યા કરે છે. નારંગ, કદળી, આમ્ર, બીજપૂર આદિથી પૂર્ણ એવા એના વનમાં ફર્યા કરતો માણસ જાણે એક નગરમાં ફરતો હોય તેમ કદિ પણ શ્રમિત થતો નથી. ઉત્તમ રાજ્ય, આરોગ્યતા, સૌભાગ્ય, નિર્ભયતા અને નિરીતત્ત્વ-એ સર્વ સુખના કારણો, ઉત્સુક સ્ત્રી જેમ સુભગ જનને ભજે (ઈચ્છે) તેમ નિરન્તર એ દેશને ભજતા હતા. પોતપોતાના ફળને આપનારી સર્વે (છયે) ઋતુઓ, સંધિ આદિ ગુણો જેમ ઉત્તમ મહીપતિને ભજે છે તેમ યથાકાળ એને (મગધ દેશને) ભજતી હતી.
૧. ઘટપૂર = ઘડો ભરીને. ૨. વનમાં એ બધાં નામનાં વૃક્ષો; નગરમાં એ વૃક્ષોનાં ફળ. બીજપૂર = બીજોરાં.
૩. (૧) અતિવૃષ્ટિ (બહુજ વર્ષા) (૨) અનાવૃષ્ટિ (બિલકુલ વર્ષા નહિદુષ્કાળ) (૩) તીડનો ભય (૪) ઉંદરનો ભય (૫) પક્ષીઓનો ભય અને (૬) પરરાજ્યનો ભય એ છ ઈતિ' કહેવાય છે. (અતિવૃષ્ટિરનાવૃષ્ટિ: શત્નમ: મૂષા: શૂhi: I પ્રત્યાયના રાનાનપડેતા તય: મૃતા: ) એ ન હોવાપણું એ નિરીતત્ત્વ'. ૪. એટલે કે એ પાંચેવાનાં એ દેશમાં હતાં.
૫. સંધિ આદિ (છ) ગુણો ઃ (૧) સંધિ (મૈત્રી), (૨) વિગ્રહ (યુદ્ધ), (૩) યાન (લડવા માટે કુચ કરવી તે), (૪) આસન (પડાવ નાખીને રહેવું તે), (૫) તૈધીભાવ (શત્રુને બહારથી મૈત્રીભાવ દર્શાવવો તે-છેતરપીંડી) અને (૬) આશ્રય (શક્તિ ન હોય તો બળવંત ધાર્મિક નૃપનો આશ્રય લેવો તે)-આ છ રાજાના ગુણો કહ્યા છે. એ છ એ ગુણોથી શોભતા રાજાની પેઠે મગધ દેશ પણ છે કે ઋતુના અનુકુળપણાથી દીપી રહ્યો હતો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #22
--------------------------------------------------------------------------
________________
૧.
'
એ દેશમાં, આકાશને વિષે સૂર્ય અને સરોવરને વિષે કમળના જેવું શોભી રહેલું જગવિખ્યાત કુશાગ્રપુર નામનું નગર હતું. ત્યાં “સંયમ, ગુપ્તિ, સમિતિ અને નિરગારતા મુનિઓને જ હતી. "દંડ પણ કેવળ એમના હસ્તમાં જ દેખાતો. અપત્યપ્રત્યયાભાવ, વિકાર, કંઠ, વિગ્રહ, ક્રિયાતિપત્તિ, વિશ્લેષ, વર્ણનાશ, વિપર્યય, નિપાત, આગમબાધ, સોપસર્ગક વિકરણ, ગુરુ પૂર્વ અને લઘુ પર એ સર્વ વ્યાકરણમાં જ હતા. ત્યાં નિશ્ચયે નિરન્તર વરૂણદેવની
૧. સંયમ (૧) સંજમ-દીક્ષા, એ મુનિઓને જ હતી; (૨) બંધન-એ કોઈને ન હતું.
૨. ગુપ્તિ. (૧) નિગ્રહ, દાબ (એ ત્રણ પ્રકારે છે–મનગુપ્તિ વચનગુપ્તિ, અને કાયગુપ્તિ)-એ મુનિઓનેજ હતો; (૨) કારાગ્રહ, કારાગ્રહ એટલે બંદીખાનામાં કોઈને જવું પડતું નહિ (ગુનાહિત કૃત્યો કોઈ કરતું ન હતું તેથી).
૩. સમિતિ=સમ્યક પ્રવૃત્તિ moderation. એના પાંચ પ્રકાર છે : (૧) ઈર્યાસમિતિ એટલે ચાલવામાં સમ્યક પ્રકારે જોઈને ચાલવું; (૨) ભાષાસમિતિ એટલે વિચારીને બોલવું; (૩) એષણાસમિતિ એટલે આહારાદિ શુદ્ધ ગ્રહણ કરવો; (૪) આદાનનિક્ષેપસમિતિ એટલે વસ્તુઓ લેતાં મૂકતાં જીવ જંતુની વિરાધના ન થાય તેમ વર્તવું; (૫) પરિષ્ઠાપનિકાસમિતિ એટલે શરીરનાં અનુપકારી મળમૂત્રાદિ જીવરહિત ભૂમિકાએ પરઠવવાં-સ્થાપવાં. એ સમિતિ સાધુઓને જ હતી. “સમિતિ શબ્દનો બીજો અર્થ “વૈરભાવ'. એ (પ્રજામાં) ક્યાંય પણ નહોતો.
૪. મુનિઓ જ નિરગાર-અગાર રહિત-ઘર રહિત હતા. (કારણકે યોગી જનને પોતાનાં રહેવાનાં ઘર હોતાં નથી); પ્રજા જનમાં કોઈ નિરગાર-ઘર વગરનાઆથડતા-રખડુ નહોતા. ૫. દંડ. (૧) કાષ્ઠનો દંડ-એ ફક્ત મુનિઓને જ હતો; (૨) શિક્ષા. પ્રજામાં કોઈને શિક્ષા કરવી પડતી નહિ.
૬. અર્થાત લોકોમાં પ્રજાજનમાં, એમાંનું કંઈ પણ હતું નહિ ? અપત્ય એટલે પુત્રપુત્ર્યાદિક એનો આધાર-એનો અભાવ નહોતો (સી સંતતિવાળાં હતાં); સૌ વિકારરહિત હતા; તંદ્વ-યુદ્ધ એમને કરવું પડતું નહિ; વિગ્રહ-ક્લેશ એમનામાં નહોતો; ક્રિયાનિત્ય કર્મ-નું ઉલ્લંઘન તેઓ કદિ ન કરતા; વિશ્લેષ-વિયોગ-એમનામાં કદિ થતો નહિ; વર્ણ-એક બીજાની માન પ્રતિષ્ઠાનો ભંગ એઓ કદાપિ કરતા નહિ; વિપર્યયદુર્ભાગ્ય-વાળું એમનામાં કોઈ ન હતું; નિપાત-અકાળ નાશ-કોઈનો થતો નહિ; આગમબાધ એટલે શાસ્ત્રનું ઉલ્લંઘન કોઈ કરતું નહિ; ઉપસર્ગ-દુઃખ-દેનારા વિકરણવ્યાધિ ત્યાં હતા નહિ; ગુરુજન-વડીલ વર્ગ પૂર્વ એટલે પ્રથમ ચાલતા, અને લઘુ જન પર એટલે પાછળ રહેતા (નાના મોટાની આમન્યા રાખતા, લોકો વિવેકી હતા). અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો).
Page #23
--------------------------------------------------------------------------
________________
પૂજા થયા કરતી હતી કારણકે અન્યથા ત્યાં સ્વાદિષ્ટ અને નિર્મળ પાણીવાળી તળાવડી, વાવ અને કુવાઓ પુષ્કળ ન “હોય.
તે નગરમાં સર્વ શ્રેષ્ઠિરનો રાજાઓ જેવા જ હતા એમાં કંઈ પણ સંશય નથી કારણ કે એઓ પણ દાનમંડપને વિષે દાન આપતા હતા; અન્ય રીતે (એટલે પોતાને ઘેર) નહિ. ત્યાંના લોકો યુગલીઆની પેઠે સ્વદારાસંતુષ્ટ અને અ૫ક્રોધવાળા હતા અને એમને પુણ્યરૂપી કલ્પદ્રુમથી સર્વ મનવાંછિત પ્રાપ્ત થતાં હતાં. તે નગરનાં પુંડરીક કમળ સમાન શ્વેત મહેલો પરની સુવર્ણના કુંભોની પંક્તિ, જાણે એ કમળની અંદરથી બહાર આવી રહેલો સાક્ષાત્ “કિંજલ્કનો સમૂહ હોય નહીં ! એવી શોભી રહી હતી. ત્યાં હરિના ઉદરને વિષે જેમ સર્વ ભવનો તેમ, પ્રત્યેક દુકાને કપુર આદિ સર્વ કરિયાણાં હતાં. ત્યાં ઊંચી ફરકી રહેલી ધ્વજાઓવાળી અને ચુનાથી ધોળેલી મનહર હવેલીઓ દેવતાઓના વિમાન જેવી દીપી રહી હતી.
એ નગરને વિષે જગને આનંદ આપનાર, ત્રાસરહિત, અને હારના મુખ્ય મણિ (ચકદા) જેવો પ્રસેનજિત્ રાજા રાજ્ય કરતો હતો. તેણે વનહસ્તિ જેવા ઉન્મત્ત અને અત્યંત બળથી શોભતા એવા પોતાના શત્રુઓ પર વિજય મેળવીને પોતાના નામને સાર્થક કર્યું હતું. તેના કરને વિષે જાણે આકાશ ગંગાને પોતાના સંગ થકી પવિત્ર કરવાને આકાશમાં જતી યમુના નદી જ હોય નહીં ! એવી ઊંચું મુખ કરી રહેલી ખગલતા ઝળહળી રહેતી હતી.
૧. વરૂણ દેવ જળના અધિષ્ઠાયક દેવ હોવાથી એમની પૂજાના બદલામાં લોકોને જળનું હરેક પ્રકારનું સુખ મળે જ. - ૨. કિંજલ્ક કમળની અંદરના સૂત્રતંતુ જેવા રેસા. (જેમનો રંગ પણ પીળો હોય છે.)
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #24
--------------------------------------------------------------------------
________________
તેનો હસ્તકમળ અનેક અર્થજનોના મુખચંદ્રને જોતો છતો પણ કદાપિ સંકોચ પામતો નહીં. આ રાજા વળી સાક્ષાત કામદેવ જ હતો કે જેણે વૈરિઓની સ્પર્ધાને લીધે પોતાની વલ્લભા રતિ અને પ્રીતિને સર્વાગે આશ્લેષ દઈને રાખી હતી. સુંદર આકૃતિને લીધે શોભી રહેલા અને પરસ્ત્રીના સહોદર એવા તે રાજાએ ત્રાકૃતિસ્તોત્ર |UT: એ વચનને સત્ય કરી બતાવ્યું હતું. જેમ ચંદ્રમાએ શુદ્ધ દક્ષપુત્રીઓને વરીને ઉજ્વળ. અંતઃપુર બનાવ્યું હતું તેમ આ મહીપતિએ પણ બીજા રાજાઓની કન્યાઓનું પાણિગ્રહણ કરીને પોતાનું ઉત્તમ અંત:પુર કર્યું હતું. પાર્શ્વનાથ ભગવાનના શાસનરૂપી આમ્રવૃક્ષને વિષે શુક સમાન અને સભ્યત્વ અણુવ્રતનો ધારણહાર એવો એ નરેશ ઉત્તમ ફળવાળા તરૂવર જેવો શોભતો હતો.
એ રાજાને, જેમ ઈન્દ્રને શચી-ચંદ્રમાને રોહિણી-અને હરિને લક્ષ્મી તેમ, ધારણી નામે પટ્ટરાણી હતી. અનેક રાજાઓથી ભોગવાતી, જડ (ળ) ના સંબંધવાળી, છિદ્રયુક્ત અને પંકિલ એવી કસ્યપાત્મજાધરણીની સાથે, એનાથી વિપરીત ગુણવાળી ધારણીની તુલના થાય જ શી રીતે ? બીજું તો એક બાજુએ રહ્યું, માત્ર અધિક માત્રાવાળા પોતાના નામે કરીને પણ તેણે (ધારણીએ) તેને (ધરણીને) જીતી લીધી હતી. શીલરૂપી રત્નાલંકારથી અલંકૃત છે શરીર જેનું એવી એ રાણીના શેષ ગુણો એના સૌભાગ્યની ઉપર મંજરીરૂપ હતા. આમ શુદ્ધ ધર્મને વિષે લીન એવી એ રાજપત્નીના સર્વ ગુણો, જેમ મૂળ સજીવન હોય તો લતાના પત્ર-પુષ્પ-ફળ ખીલી રહે છે તેમ, સવિશેષ ખીલી રહ્યા હતા.
૧. હસ્તકમળ, ચરણકમળ, નયનકમળ, આવા આવા કવિજનોના શબ્દો શરીરના તે તે અવયવોનું કમળ સમાન સૌંદર્ય-કોમળવ આદિ દાખવે છે; જો કે એ સમાન ભાવમાં, એએ અવયવો જે ઉપમેય છે, તે, કમળ જે ઉપમાન છે તેના કરતાં, ચઢીયાતાં નથી, બલ્ક ઉતરતાં છે અને કવિજનો તેમને વર્ણનને ખાતર જ માત્ર, સમાન ભાવમાં મૂકે છે. પણ અહિંતો આ કવિ, એવા એક અવયવ-હસ્ત-ને સમાન ભાવમાં જ નહિં પરંતુ અધિકતા-શ્રેષ્ઠતામાં લાવી મૂકે છે. હસ્ત ને કમળ કરતાં અધિક બતાવ્યો છે : એમ કહીને કે, સાધારણ કમળ છે તે ચંદ્રમાને જોઈને, અર્થાત્ ચંદ્રમા ઉદય થયે છતે એટલે કે રાત્રીએ, સંકોચાઈ જાય છે; પણ આ (રાજાનો હસ્ત) કમળ તો અનેક (અર્થીજનોનાં મુખ-) ચંદ્ર જોતાં છતાં પણ, અર્થાત ગમે તેટલા યાચકો એની પાસે દાન લેવા આવે તોપણ, કદી દાન આપવાથી સંકોચાતો નહીં-પાછો હઠતો નહીં. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
Page #25
--------------------------------------------------------------------------
________________
આવા નિરન્તર ઉત્તમ ભોગોને ભોગવતા દંપતીને, ઈન્દ્રઈન્દ્રાણીને જેમ જયન્ત તેમ, કુલનન્દન શ્રેણિક નામનો પુત્ર થયો. તે દુઃખીજનોની શ્રેણિને રક્ષણને અર્થે, સુભટોની શ્રેણિને યુદ્ધને અર્થે અને અર્થીજનોની શ્રેણિને દાનને અર્થે બોલાવશે એમ જાણીને જ જાણે એના માતપિતાએ એ ત્રણ પ્રકારે વીરના અન્વયવાળું શ્રેણિક નામ પાડ્યું હોય નહીં ! આ શ્રેણિક કુમાર અખિલ જ્યોતિકશાસ્ત્રનો પારંગત છતાં પણ નિરન્તર તિથિની ભ્રાન્તિરૂપ મોટી ભૂલ કર્યા કરતો હતો; કારણ કે પારકાના પર્વત સમાન મોટા દોષોને જોતાં છતાં પણ એની જીભ હંમેશાં મૌન એકાદશીનું વ્રત આચરતી હતી. શ્રેણિકની પછી બીજા પણ શૂર-ઉદાર-સ્થિર-ધીર-ગંભીર અને રૂપવંત પુત્રો પ્રસેનજિત રાજાને થયા, રોહણાચળથી મણિઓ ઉત્પન્ન થાય તેમ.
૧. ધરણી એટલે પૃથ્વી યે આ રાજાની સ્ત્રી (કારણ કે રાજાઓ પૃથ્વીપતિ કહેવાય છે) અને આ ધારણી યે આ રાજા (શ્રેણિક)ની સ્ત્રી; પરંતુ ધારણી ધરણી કરતાં સર્વ વાતે અસમાન હતી : ધરણીને અનેક રાજાઓ પતિ, ધારણીને આ એકજ પતિ; ધરણી જડ-ળ ના સંબંધવાળી એટલે કે એને અનેક જડ વસ્તુઓ પાષાણપર્વતાદિની સાથે અને જળની સાથે સંબંધ, પણ આ ધારણીને તો ફક્ત ચૈતન્ય સાથે જ સંબંધ; ધરણી છિદ્રયુક્ત એટલે અનેક ગુફા-કુવા-ખીણ વગેરે છિદ્રવાળી, પણ ધારણી છિદ્રરહિત એટલે ગમે તેવા ગુપ્તમંત્રને સાચવવાવાળી-ગોપવનારી; ધરણી પંકિલ-કચરા કાદવવાળી... અશુદ્ધ અને ધારણી અપંકિલ-વિશુદ્ધ; આમ સર્વ ગુણોમાં વિપરીતતા.
૨. શ્રી વીર પ્રભુની પેઠે ધર્મવીર, યુદ્ધવીર અને દાનવીર. ૨. “મૌન એકાદશી વ્રત આચરવું” એ વાક્યના (૧) શાબ્દિક અને (૨) પારમાર્થીક અર્થ ઉપર અહીં કવિની ઉબેક્ષા છે. પારકાના દોષ જોતાં છતાં પણ એ નિરંતર મૌન એકાદશીનું વ્રત આચરતો હતો એટલે કે મૌન રહેતો હતો એ દોષોને પ્રગટ કરતો નહીં- એ. પારમાર્થિક અર્થ. માટે નિરંતર મૌન એકાદશીનું વ્રત આચરવું એટલે નિત્ય નિત્ય એકાદશી જ સમજીને એનું વ્રત કરવું હંમેશાં એકાદશી જ જાણે બીજી તિથિઓ જ નથી એમ જ્યોતિશાસ્ત્રનો પારંગત એવો છતાં પણ, શ્રેણિક સમજતો હોય નહીં એ ઉભેક્ષા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૦
Page #26
--------------------------------------------------------------------------
________________
એકદા આ પ્રસેનજિત રાજાને વિચાર થયો કે “મારે ઘણા પુત્રો છે પરંતુ એમાંના કયા કુમારમાં શેષનાગની પેઠે પૃથ્વીને ધારણ કરી રાખવાનું ખરું સામર્થ્ય છે એ નક્કી કરવાને મારે એમની પરીક્ષા લેવી જોઈએ; અને તે પણ પ્રથમથી જ લઈ મૂકવી જોઈએ; કારણ કે યુદ્ધ સમય આવે ત્યારે જ અશ્વોને ખેલાવીને આધીન કરાતા નથી. પરંતુ એમને પહેલાંથી જ તૈયાર રાખવા જોઈએ. આવો વિચાર કરીને એણે બ્રાહ્મણોના શ્રાદ્ધમાં અપાય છે તેવી રીતે ઘી, ખાંડ અને ખીર પીરસેલી થાળીઓ કુમારોને બોલાવીને જમવા આપી. કુમારો સ્વાદથી જમવા લાગ્યા એટલે રાજાએ તેમના તરફ ભંડોના ટોળાની માફક, અનેક પહોળા મુખવાળા કૂતરા છોડી મૂક્યા. એ જોઈને બધા ભયભીત થઈને અર્ધા જમેલા ઉચ્છિષ્ટ મુખે અને ઉચ્છિષ્ટ હાથે ઊઠીને નાસી ગયા. ફક્ત શ્રેણિક કુમાર એકલો જ, ભૂતને જેમ બળિના શરાવ આપે તેમ, તેમને ખીરની થાળીઓ આપતો ગયો, અને એ થાળીઓમાંથી કૂતરાઓ ચાટવા મંડ્યા એટલામાં પોતે પણ જમી લીધું.
આ જોઈને તો રાજા પોતાને જાણે એક નિધાન હાથ લાગ્યું હોય તેમ હર્ષઘેલો થઈ ગયો અને વિચારવા લાગ્યો “જેમ ગારૂડી લોકો સર્પને થંભાવે છે તેમ નિશ્ચયે આ કુમાર શત્રુઓને સ્તબ્ધ કરશે, અને પોતાની વહાલી પ્રાણવલ્લભાની પેઠે પૃથ્વીનો ઉપયોગ કરશે. પણ આ એક પરીક્ષામાં પસાર થયો તોયે એની પુનઃ પણ પરીક્ષા કરવાની આવશ્યકતા છે. કારણ કે આ થયું છે એ કદાચ કાકતાલીય ન્યાયથી થયું હોય. એમ ધારીને એણે વળી સર્વ કુમારોને મુખ બંધ કરેલા મીઠાઈના કરંડીયા અને સાક્ષાત કામદેવના કુંભજ હોય નહીં એવા જળના કુંભ (ઘડા) આપ્યા. સાથે સર્વને જણાવ્યું કે વિદ્યાસિદ્ધ પુરુષોની પેઠે, કરંડીયા કે જળકુંભની મુદ્રા ઉખેડ્યા વિના એ મોદક જમો અને એ જળનું પાન કરો. પણ શ્રેણિક સિવાય બીજા સર્વ મંદબુદ્ધિવાળા હોવાથી નહીં જમી શક્યા ને નહીં પાણી પી શક્યા; કારણ કે ઉપાયને નહીં જાણનારા એવા પુરુષોની કાર્યસિદ્ધિ કેવી રીતે થાય ? શ્રેણિકે તો પોતાના કરંડીયાને હલાવી હલાવીને તેમાંથી નીકળેલો મોદકનો ભૂકો ખાવા માંડ્યો કારણ કે નિર્મળ બુદ્ધિ કામધેનુ સમાન સર્વ મનવાંછિત પૂર્ણ કરનારી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૧૧
Page #27
--------------------------------------------------------------------------
________________
છે. વળી એણે કુંભની ચોતરફ ઝરવા લાગેલું પાણી પણ કચોળામાં એકઠું કરી પીધું. બુદ્ધિમાને વાર શી ?
શ્રેણિક કુમારનું આવું અનુપમ બુદ્ધિબળ જોઈને તો રાજાના અંતઃકરણમાં જે આનંદ થયો તે તેમાં સમાયો પણ નહીં. કારણ કે ચંદ્રમાના ઉદયથી સાગર ઊભરાઈ-ઊભરાઈ જ જાય છે. પુનઃ તે વિચારવા લાગ્યો-આ તો આ પરીક્ષામાં પણ પૂર્ણ ફતેહમંદ નીવડ્યો; નિશ્ચયે કસોટીથી કસો કે અગ્નિને વિષે આંચ ધો પણ સુવર્ણ તો સુવર્ણ જ રહેવાનું. (ત્યારે હવે એક છેલ્લામાં છેલ્લું કરવાનું છે તે કરી લઉં) કર્મશાસ્ત્રને વિષે નિપુણ એવો પુરુષ જેમ કર્મબંધાદિકને વિચારે તેમ સર્વને વિષે શ્રેષ્ઠ એવું જે મહત્ત્વ-રાજ્યલક્ષણ તે સંબંધી વિચાર મારે કરવો જોઈએ. એમ ધારીને તેણે કુમારોને કહ્યું-જેમ શિષ્યો પોતાના ગુરુના ચરણ પ્રક્ષાલે તેમ તમે પણ હેમકુંભમાં જળ ભરી લાવીને મારા ચરણનું પ્રક્ષાલન કરો. એ સાંભળીને અન્ય સર્વ કુમારોએ ભાર વહન કરનાર મજુરની પેઠે પોતપોતાને કંધે કળશ મૂકી લઈ આવીને પિતાના ચરણનું પ્રક્ષાલન કર્યું.
પણ શ્રેણિક તો પોતાના મિત્ર મંત્રીપુત્રને ખભે કળશ મૂકીને લાવ્યો. જુઓ ! અયોગ્ય એવા શિશુની આવી યોગ્ય ચેષ્ટા ! તેણે રાજ્યાભિષેક સમયે આદીશ્વરપ્રભુના લક્ષ્મીવંત અને વિબુધાર્ચિત ચરણને યુગલીઆ જેવી રીતે પ્રક્ષાલન કરે તેવી રીતે પિતાના લક્ષ્મીવંત અને વિબુધાર્ચિત ચરણને પ્રક્ષાલન કર્યા. શ્રેણિકનું આવું આચરિત જોઈને રાજાએ, અંગને વિષે હર્ષ ઊભરાઈ જવાથી, શીષ હલાવ્યું; તે જાણે એ હર્ષને પૂરેપૂરું સ્થાન આપવાને (સમાવી દેવાને) જ હોય નહીં ! વળી તે વિચારવા લાગ્યો “અહો ! ધન્ય છે એના શૌર્યને, એની બુદ્ધિને અને એના નેતૃત્વને ! એ સર્વ એનાં અપૂર્વ છે. ત્રણત્રણ વારની પરીક્ષાથી એની યોગ્યતા નિશ્ચયે ઠરી ચૂકી છે. ખરેખર ત્રણવાર બોલીને કરેલું સર્વ નિશ્વળ થાય છે. સર્વ કુમારોમા આ જ રાજ્યલક્ષ્મીને દીપાવનાર થશે;
૧. વિબુધ (૧) દેવ-(એમણે પૂજન કરેલા) ૨. વિદ્વાન્ લોકો-(એમનાથી સેવાતા). ।
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૨
Page #28
--------------------------------------------------------------------------
________________
જેમ સિધુને વિષે મણિ તો પુષ્કળ છે પણ હરિનું ભૂષણ તો કૌસ્તુભમણિ જ થયું છે તેમ.
હવે એ નગરને વિષે સ્ત્રીના અંતઃકરણ થકી ગુહ્ય વાતની જેમ, લોકોના ઘર થકી, સાધારણ રીતે અગ્નિ શીધ્રપણે પ્રગટી ઊઠતો. તે પરથી રાજાએ પટહ વજડાવીને અમારી ઘોષણાની પેઠે સાદ પડાવ્યો કે જેના ઘરમાં, રાફડામાંથી સર્પ નીકળે તેમ અગ્નિ સળગી ઉઠશે તેને સભામાંથી કુષ્ટિની જેમ, નગરમાંથી બહાર કાઢવામાં આવશે. આમ વાત થયા પછી એક માણસના ઘરમાં એ નિરંકુશ અગ્નિ પ્રદીપ્ત થવાથી એને, સ્વર્ગમાંથી સંગમદેવની જેમ, નગર બહાર કાઢી મૂકવામાં આવ્યો.
અન્યદા રાજાના પોતાના મહેલને વિષે રસોઈ કરનારાઓના પ્રમાદને લીધે અગ્નિ લાગ્યો. (અહો આ વિશ્વને વિષે દુર્જન અને અગ્નિ બંને સરખા છે.) શત્રુઓના યુદ્ધની જેમ અગ્નિ વૃદ્ધિ પામ્ય છતે રાજાએ સુભટોની જેમ, કુમારોને આજ્ઞા કરી કે “હે વત્સો ! આમાંથી હસ્તિ આદિ ગમે તે વસ્તુ જે લઈ લેશે તે તેની છે કારણ કે ડૂબતામાંથી ગમે તે પ્રકારે ઉદ્ધાર કરવો સારો છે. એ સાંભળીને કોઈએ અશ્વ, તો કોઈએ હસ્તિ; કોઈએ મોતીનો સમૂહ તો કોઈએ કુંડળો; કોઈએ કંઠના આભૂષણો, તો કોઈએ એકાવળી હાર; કોઈએ બાજુબંધ, તો કોઈએ સુંદર મુકુટ; કોઈએ ચકચકતા કંકણ, તો કોઈએ માણિક્યનો સમૂહ; કોઈએ સુવર્ણ તો કોઈએ સોનૈયા; કોઈએ રૂપાના ઢગલા તો કોઈએ નેપાળની કસ્તુરી, (એમ સૌ કોઈએ પોતપોતાને મનગમતી વસ્તુઓ) લીધી. વળી કોઈએ કેસર કુંકુમ તો અન્ય ચંદનના કટકા; કોઈએ કૃષ્ણાગુરુ તો અન્યોએ અપકવ કપુર; કોઈએ યક્ષકર્દમ તો કોઈએ ઉત્તમ ગુલાલ, તો કોઈએ ઊંચું એવું નિશાન (મુખ્ય ધ્વજ) એમ લોભને લીધે સૌએ જે જે હાથમાં આવ્યું એ લીધું. કારણ કે ઈચ્છા પ્રમાણે લેવાનું ઠર્યા પછી કોણ પાછું વળીને જુએ ?
૧. શ્રી મહાવીર પ્રભુને છદ્મસ્થ અવસ્થામાં ઉપસર્ગ કરનાર દેવ. ૨. કુંકુમ, અગુરુ, કસ્તુરી, કપુર અને ચંદન-એટલા સુગંધી પદાર્થોનો યક્ષ કર્દમ બને છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૧૩
Page #29
--------------------------------------------------------------------------
________________
પણ શ્રેણિકે તો, પોતાને પ્રાપ્ત થનારી રાજ્યલક્ષ્મીનું સત્યકાર હોય નહીં એવી રાજાઓના ચિન્હરૂપ ઢક્કાર ગ્રહણ કરી. એ જોઈ અન્ય કુમારો તો સામસામા તાળી દઈ હસવા લાગ્યા. “અરે ! જુઓ તો ખરા, આણે ભાંભિકને ઉચિત શું ગ્રહણ કર્યું ?” પિતાએ પણ પૂછ્યું આ તેં શું કર્યું ? આવે વખતે એક બાળક પણ પુષ્કળ દ્રવ્ય લઈ લે. પણ શ્રેણિકે અંજલિ જોડી ઉત્તર આપ્યો.-પિતાજી, આ જે મેં લીધું છે તે વિજયનું ચિન્હ છે; અને રાજાને, વિજય એજ સર્વસ્વ છે; માટે એ (ઢક્કા) મહાધન (પુષ્કળ દ્રવ્ય) કેમ ન કહેવાય ? હે સ્વામી ! રાજાઓને દિયાત્રાના આરંભમાં શંખના ધ્વનિની પેઠે આના જ શબ્દથી મંગળિક થાય છે. જેણે રણક્ષેત્રને વિષે એનું રક્ષણ કર્યું તે વિજયી થયો સમજવો, અને જેણે એ ગુમાવી તે પરાજય પામ્યો સમજી લેવો. માટે આ ઢક્કાનું તો રાજાઓએ પિતાની પત્ની અને કીર્તિની પેઠે સર્વ પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ.
-
શ્રેણિકનાં આવાં વચન સાંભળીને, મેઘની ઘોર ગર્જનાથી વિદૂરપર્વતની ભૂમિ રત્નાંકુરોથી છવાઈ જાય તેમ, રાજા રોમાંચથી ભરાઈ ગયો; ને વિચારવા લાગ્યો-અહો ! આનું વાક્ચાતુર્ય અપૂર્વ છે; હું માનું છું કે દેવગુરુ-બૃહસ્પતિની પણ એવા પ્રકારની વાણી નહીં હોય. અહો ! એ બાળક છતાં પણ એનો કોઈ અવર્જ્ય ઉદાર આશય જણાય છે; કારણ કે સિંહના બચ્ચાંનો હસ્તિને જીતવાનો જ મનોરથ હોય છે; લઘુ એવા પણ દીપકને અંધકારના સમૂહનું પ્રાશન કરવાની રૂચિ થાય છે; અમૃતના એક બિંદુને પણ સર્વ વ્યાધિઓનો નાશ કરવાની ઈચ્છા હોય છે. આમ વિચારી રાજાએ શ્રેણિકને, અદ્ભુત પરાક્રમ કરી આપેલા સુભટને બિરૂદપ આપે તેમ, ભંભાસાર એવું નામ આપ્યું.
પછી એકદા રાજાને “જેના ઘરમાંથી અગ્નિ પ્રકટી નીકળશે તેને નગર બહાર કાઢી મૂકવામાં આવશે” એવી પોતાની કરાવેલી ઉદ્ઘોષણા
૧. નમુનો; વાનગી ૨. ડંકો-ભંભા ૩. ભંભાવાળો ૪. ખાઈ જવાની-અર્થાત્
નાશ કરવાની.
૧૪
૫. ઈલકાબ. ૬. ભંભા એજ છે દ્રવ્ય જેનું. ૭. ઢંઢેરો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #30
--------------------------------------------------------------------------
________________
યાદ આવી. કારણ કે પુરુષોને સ્મૃતિ સમીપ રહેલી હોય છે. એને વિચાર થયો કે જો હું મારા બોલ્યાનો અમલ મારા ઉપર નહીં કરું તો પછી “પારકાને જ શિખામણ દેવાય” એમ કહેવાશે; કારણ કે જે વૈધ પોતાનાંની ચિકિત્સા નથી કરી શકતો, તે પારકાની તો ક્યાંથી જ કરી શકે ? માટે આ નગરની બહાર આવાસ લઈને હું મારી પ્રતિજ્ઞાને સત્ય કરું, કારણ કે સજ્જનોની પ્રતિજ્ઞા મિથ્યા હોય નહીં. રામચરિત્રને વિષે પણ સંભળાય છે કે રામ પિતાની પ્રતિજ્ઞાને સત્ય કરવાને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. પણ અહો ! બહાર રહેવા જવાની પ્રતિજ્ઞાવાળા મારામાં અને એમનામાં મેરૂ અને સરસવ જેટલું અંતર છે. આ પ્રમાણે સદબુદ્ધિથી વિચાર કરીને બૃહસ્પતિની વિદ્વત્તાવાળા રાજાએ દિગવિજયને વિષે જ હોય નહીં એમ નગરની બહાર પડાવ નંખાવ્યો. તે વખતે છાવણીમાં ફરતા લોકો માંહોમાંહે સંલાપ કરવા લાગયા-અરે ! તું ક્યાં જાય છે ? (ઉત્તર) મિત્ર, હું રાજગૃહે (રાજાને આવાસે) જાઉં છું, એ પરથી મહીપતિએ ત્યાં નગર વસાવી એનું નામ રાજગૃહ પાડ્યું. એની આસપાસ વળી એક કિલ્લો ચણાવ્યો અને ખાઈ ખોદાવી. વળી સુંદર દેવમંદિરો, ઉત્તમ બજારો તથા બાળકોને માટે પાઠશાળાઓ, રમ્ય હવેલીઓ, કુવા, તળાવ, વાવ અને બગીચા વગેરે પણ તેમાં કરાવ્યા. રાજા પોતે સુદ્ધાં ત્યાં રહેવા લાગ્યો તેથી અનુક્રમે એ નગર પણ કુશાગપુરની જેવું થઈ પડ્યું; કારણ કે જ્યાં સૂર્ય ત્યાં દિવસ.
આ વખતે રાજાને વળી ચિન્તા થઈ કે “જો હું વસ્ત્રાલંકાર વગેરેથી શ્રેણિકનું સન્માન કરીશ તો અન્ય સર્વે કુમારો અને રાજ્યયોગ્ય માનીને એનું અશુભ કરશે; કારણ કે શુભગ્રહ (પણ) ક્યારેક ઘણા ક્રૂર ગ્રહ થકી પરાભવ પામે છે. માટે હું એના પ્રતિ અનાદર અને બીજાઓ પ્રતિ આદર બતાવું; કારણ કે બુદ્ધિમાન પુરુષોએ કાળને યોગ્ય કાર્ય કરવું જોઈએ.” એમ વિચારીને એણે સર્વ કુમારોને, પોતાની માનીતી રાણીઓના પુત્રો હોય નહીં તેમ પૃથક પૃથક દેશો વહેંચી આપ્યા. પણ
૧. પડાવ નાખીને. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૧૫
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રેણિકને અણમાનીતીના પુત્રની જેમ કંઈ પણ આપ્યું નહીં-એમ ધારીને કે એને તો (આખું) રાજ્ય મળવાનું છે. નિ:સંશય સંત પુરુષો દીર્ઘદર્શી હોય છે. આવું જોઈને શ્રેણિક વિચાર કરવા લાગ્યો-હું નિત્ય વિનયી રહ્યા છતાં મારા પિતા પણ આમ વર્તે છે તો શું હું એમનો પુત્ર નથી ?
જો અન્ય કોઈ ગમે તેવો સામર્થ્યવાન્ પુરુષ મારો પરાભવ કરે તો, એને તો હું (ધોળે) દિવસે તારા દેખાડી દઉં. પણ આ તો મને જન્મ આપી મોટો કરનાર મારા ગુરુજન ઠર્યા એટલે મારે શું કરવું ? કારણ કે જેઓ આપણા પૂજ્ય હોય એમને કોપાવવા નહીં એવી નીતિ છે. મારા જેવા-તાતનો પરાભવ પામેલાને લોકોને વિષે પ્રતિષ્ઠા દુર્લભ છે; કારણ કે જે ઘરને વિષે હલકો પડ્યો એને વાયુ પણ બહાર કાઢી મૂકે છે. આધિ, વ્યાધિ, તૃષ્ણા, ક્ષુધા, વનવાસ, ધનહીનતા, ભિક્ષા, જરા, અન્ધત્વ, વન્ધ્યત્વ, દુ:ખ અને શત્રુ એ સારાં; પણ અપમાન સહન કરવું એ વિષકન્યાની પેઠે બિલકુલ સારું નથી. માની પુરુષોને સામાન્ય પરાભવ પણ દુઃસહ હોય છે. માટે મારા જેવા પરાભવ પામેલાએ વિદેશગમન કરવું શ્રેય છે; સંધ્યાકાળે મંદપ્રતાપવાળા સૂર્યની
જેમ.
એમ વિચારીને માન એજ જેનું સર્વસ્વ છે એવો તે શ્રેણિકકુમાર વનમાંથી સિંહ નીકળે તેમ, નગરમાંથી નીકળી જઈને વેણાતટ નગર ગયો. ત્યાં એણે જંગમ લક્ષ્મી જ હોય નહીં એવા ઉત્તમ વસ્ત્રાભરણ અને સુગંધી વિલેપન યુક્ત સ્વરૂપવંત જનોને જોયા. આવા નગરના દર્શનથી તે અંતઃકરણને વિષે અત્યંત આનંદ પામ્યો; કારણ કે સુંદર વસ્તુઓ જોવાથી કોને પ્રમોદ ન થાય ? ફરતાં ફરતાં શ્રેણિકે એક દુકાને વિશાળ ઊંચી બેઠક પર બેઠેલા તે નગરના અધિષ્ઠાયક હોય નહીં એવા ભદ્ર નામના શ્રેષ્ઠીને દીઠા. એ શેઠ આકૃતિએ સૌમ્ય હતા; અવસ્થાએ વૃદ્ધ હતા; અને શરીરે સુંદર અને ભાગ્યશાળી હતા; તથા એમની મૂછ અને શીષના વાળ લાંબા વધેલા હતા. ભદ્રમૂર્તિ શ્રેણિક તો એમનો ઉદયશીલ પુત્ર હોય નહીં તેમ એ શેઠની કરિયાણાથી ભરેલી દુકાન ઉપર જઈને બેઠો.
૧૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #32
--------------------------------------------------------------------------
________________
એ દિવસે નગરને વિષે ઉત્સવ હોવાથી, શિષ્યોથી ગુરુ વ્યાકુળ થઈ જાય તેમ, શેઠ ઘરાકોથી વ્યાકુળ થઈ ગયા હતા. કોઈ ઉત્તમ વર્ણવાળા લક્ષણના જેવું કપુર માગતા હતા, તો કોઈ તાપને નાશ કરવાવાળું સદાગમ જેવું ચંદન માગતા હતા. કોઈ અર્થનીતિ જેવી અર્થસારા કસ્તુરી, તો કોઈ રંગને આ પનારું તર્કશાસ્ત્ર જેવું તીર્ણ કુંકુમ માગતા હતા. કોઈ ફરાયમાન વાસવાળા નિર્દોષ ધર્મગ્રંથો જેવા સુગંધી પદાર્થો માગતા હતા, કોઈ સંવેગના ગ્રંથોની જેમ દ્રવ્યયોગથી” બનાવેલું દ્રવ્ય માગતા હતા. કોઈ મહાકાવ્યની જેવી સ્વચ્છ અને ચૂર્ણ થઈ શકે તેવી ખાંડ માગતા હતા, તો કોઈ અલંકારની પંક્તિ જેવી સરસ સાકર માગતા હતા. આ અવસરે જેમ વિકરણ, પ્રત્યય અને પ્રકૃતિના વાચ્ય અર્થને વિષે સહાય કરે છે તેમ શ્રેણિક પડીકા બનાવી આપવામાં શેઠને સહાય આપવા લાગ્યો.
એટલે બહુ દ્રવ્ય કમાવાથી શેઠને ઘણો હર્ષ થયો; કારણ કે વણિકજન, દુકાન પર જે લાભ થાય છે તેને પુત્રલાભ કરતાં પણ વિશેષ ગણે છે. એ બોલ્યો-આજે મને આ શ્રેણિકના પ્રભાવથી અલ્પકાળમાં આખા વર્ષ જેટલો લાભ થયો છે. જાણે આજે પ્રભાતે મારી પુત્રીનું પાણિગ્રહણ કરતો જે રત્નાકર સમાન પુરુષ મેં સ્વપ્નને વિષે જોયો હતો. તે નિ:સંશય આ જ છે. કારણ કે પ્રભાતનું સ્વપ્ન, પ્રભાતની મેઘગર્જના
૧. ઉત્તમ વર્ણવાળુંsઉત્તમ રંગવાળું (કપુર); અર્થાત બહુજ શ્વેત કપુર; ઉત્તમ વર્ણવાળું (લક્ષણ)=ઉત્તમ અક્ષરોએ યુક્ત એવું લક્ષણ. ૨. સદ્ આગમ શ્રેષ્ઠશાસ્ત્ર, (બાહ્ય) તાપનો નાશ કરનાર ચંદન, અને (અત્તર) તાપનો નાશ કરનાર સદાગમ. ૩. (૧) મનહર (કસ્તુરી); (૨) અર્થ-દ્રવ્ય-ની સારભૂત (અર્થનીતિ). ૪. રંગ (૧) રંગ colour (૨) આનન્દ. ૫. વાસ (૧) ગંધ (૨) સંસ્કાર ૬. નિર્દોષ (૧) દોષ વિનાના (ગ્રંથો); (૨) દોષ જીવજંતુ આદિ દોષ-રહિત (પદાર્થો). ૭. સંવેગ-વૈરાગ્યના ગ્રંથો. ૮. દ્રવ્ય યોગથી (૧) દ્રવ્યાનુયોગના વિચારથી (ઉત્પન્ન થતા સંવેગના ગ્રંથો); (૨) અમુક અમુક દ્રવ્યો (ચીજો)ના યોગ-મેળવણી-થી (તૈયાર કરવામાં આવેલું રૂપ-દ્રવ્યવિશેષ). ૯. (૧) શીધ્ર સમજાય તેવું (૨) શ્વેત. ૧૦. (૧) પદચ્છેદ થઈ શકે તેવું (૨) ભાંગી શકે તેવી. ૧૧. (૧) રસ-મીઠાશ-વાળી (સાકર); (૨) કાવ્યમાં શૃંગાર આદિ રસ આવે છે તે રસ-વાળા અલંકાર-કાવ્યાલંકાર figures of speech.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૧૭
Page #33
--------------------------------------------------------------------------
________________
અને પ્રભાતની સ્મૃતિ એ સર્વ સર્વદા ફળદાયી હોય છે. આવા રામા જેવા નરમણિ અને ઉત્તમ સ્વામીને પામનારી મારી પુત્રી નંદાના પણ જનકનંદના સીતા જેવાં ધન્યભાગ્ય સમજવાં. વળી અમારા જેવા સંબંધીઓ પણ ભાગ્યશાળી ઠર્યા કે પુત્રીને આવો પતિ મળ્યો; કારણ કે રૂપ અને શીલ ગુણોએ યુક્ત જમાઈ મળવો ખરેખર દુર્લભ છે. પુત્રીને અર્થે સ્વામીની શોધમાં ઘેરઘેર ભમતા પિતાને, રાત્રીને સમયે શેઠીઆઓના ચરણનું મર્દન કરતા વણિકપુત્રની જેમ, બહુ દુ:ખ સહન કરવું પડે છે. પાત્રને વિષે સદ્ગુરુની વિદ્યાની જેમ, કોઈ ઘણા ભાગ્યશાળીની જ કન્યા ઉત્તમ ગુણયુક્ત સ્વામીને વિષે પ્રતિષ્ઠિત થાય છે.
- આવો વિચાર કરીને તે ઉદાર આશયવાળો શેઠ કુમારને પૂછવા લાગ્યો (કારણ કે કૃપણતાના ગુણવાળાઓને આવી સ્તુતિ કરવી બહુ ગમે છે)-જેવી રીતે દેવતાઓને જ સેવ્ય એવું પારિજાત ઋક્મિણીને પ્રાપ્ત થયું હતું તેવી રીતે તું કયા ભાગ્યશાળીને ત્યાં અતિથિ થયો છે ? કુમારે કહ્યું- હે તાત ! લક્ષ્મીવંત પિતાનો પુત્ર પિતાના ઘર સિવાય બીજે ક્યાંય જાય ખરો ?
કુમારનાં આવાં વચન સાંભળીને, અશોકવૃક્ષપર જેમ પુષ્પો ઊગી નીકળે તે પ્રમાણે, શેઠને શરીરે હર્ષનાં રોમાંચ ખડાં થયાં. એણે કહ્યુંમારાં મહદ્ભાગ્ય ! મેં પૂર્વે પુણ્ય કર્યા હશે ! કે તમે મારા અતિથિ થયા કારણ કે પુણ્યરહિત પ્રાણીઓને કૃષ્ણ ચિત્રાવેલની પ્રાપ્તિ હોય જ નહીં. જો તમે મારે ઘેર પધારશો તો હું સમજીશ જે હું પૂરો પુણ્યશાળી છું કારણ કે પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ ગુરુ લગ્નને પૂર્ણ દૃષ્ટિથી જુએ છે. તમે મારે ત્યાં પગલાં કરશો તો હું પવિત્ર થઈશ, કારણ કે સરસ્વતી નદી પોતાના નીરથી સર્વ પાપપ્રદેશને પવિત્ર કરે છે.
૧. કાળી ચિત્રાવેલી નામની વેલ (વલ્લી) આવતી કહેવાય છે તેના ઉપર જો કોઈ ખાલી વાસણ આદિ મુકવામાં આવે તો તે વાસણ જે પદાર્થનું હોય તે પદાર્થ તેમાં ભરાઈ જાય છે એમ કવિ લોકો કહે છે. ૨. ગુરુ (૧) બૃહસ્પતિ (૨) મોટો પુરુષ. ૩. લગ્ન (૧) (જ્યોતિષમાં) લગ્નકુંડલી (૨) સંસર્ગમાં આવેલા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૮
Page #34
--------------------------------------------------------------------------
________________
આમ કહી શેઠ શ્રેણિકકુમારને પોતાની સાથે ઘેર તેડી ગયો. શેઠના ઘરને નાના પ્રકારની શાળા-ઓરડા-પ્રશાળ વગેરે હતાં; સેંકડો સાદા સ્તંભ હતા; ચુનાએ ધોળેલી ભીંતો હતી; અને નગરને જોવાના એના ચક્ષુઓ હોય નહીં એવા, ચારે દિશામાં ગવાક્ષો હતા. ત્યાં કોઈ સ્થાને ખાંડ તો કોઈ સ્થાને સોપારીના ઢગલા પડેલા હતા. કોઈ જગ્યાએ ઉત્તમ મજીઠ તો અન્યત્ર નાળિયેરના સમૂહ દેખાતા હતા. એક સ્થળે એલચી, લવીંગ, કક્કોલ અને જાયફળ હતાં તો બીજે સ્થળે ચંદન, કપુર, કેસર, કસ્તુરી વગેરે હતાં. કોઈ સ્થળે સુંદર વર્ણવાળું સુવર્ણ, તો કોઈ સ્થળે કંઈક રક્ત એવું તામ્ર પડ્યું હતું. એક ઓરડામાં મુક્તાફળ-પ્રવાળા ઈત્યાદિ હતાં તો બીજામાં રૂપાના પાટ દૃષ્ટિએ પડતા હતા. ક્યાંક રેશમી વસ્ત્રોના ગંજને ગંજ તો ક્યાંક કલમ-શાલ આદિ ધાન્યોના ઢગલા પડ્યા હતા.
ઘેર લઈ જઈને શેઠે કુમારને રોમ-ત્વચા-માંસ-અસ્થિ આદિને સુખ ઉપજાવવામાં કુશળ એવા પોતાના મર્દન કરનારા સેવકો પાસે શતપાક તેલનું મર્દન કરાવ્યું. પછી એક જણે એને ઉષ્ણજળથી સ્નાન કરાવી વસ્ત્ર પહેરાવ્યાં; કારણ કે કયો વિચક્ષણ પુરુષ ચિન્તારત્નને પ્રાપ્ત કરીને એનો આદર ન કરે ? ત્યાર પછી એને સન્માન સહિત સર્વકામગુણવાળું ભોજન કરાવ્યું અને સ્નેહથી જ હોય નહીં એમ ચંદન તથા કપુરનું વિલેપન કરાવી શેઠે પોતાને હાથે પાંચ સુગંધિયુક્ત એવું તાંબુલ આપ્યું. ખરેખર ભોગી પુરુષોને સર્વ અવસ્થાને વિષે ભોગ પાસે જ હોય છે. આ પ્રમાણે શેઠના ઘરમાં શ્રેણિકે પોતાના જ ઘરની જેમ રહેતાં ઘણા દિવસ સુખમાં નિર્ગમન કર્યા.
એક દિવસે શેઠે ભાગ્યના ભાજન એવા શ્રેણિકને કહ્યું-જેમ નળરાજા દમયન્તીને વર્યા હતા તેમ તમે પણ મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. એ સાંભળી નિસ્પૃહશિરોમણિ એવા શ્રેણિકે ઉત્તર આપ્યો-હે તાત ! તમે મારું કુળ જાણ્યા સિવાય મને કેવી રીતે કન્યા આપશો ? એક નિર્ધન માણસ પણ વરનું કુળ જાણ્યા પછી જ એને કન્યા આપે છે, તો તમારા જેવા યુક્તાયુક્તનો વિચાર કરવાવાળા સમૃદ્ધિવંતની તો વાત જ શી ? તમે એક વત્સલ પિતા થઈને તમારી સગી પુત્રીને આ પ્રમાણે અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૧૯
Page #35
--------------------------------------------------------------------------
________________
શા માટે કુવામાં નાંખવાનું કરો છો ?
શેઠે એ પરથી કહ્યું- હે શ્રેણિક ! મુનિને વિષે જેમ જ્ઞાનાદિક તેમ વરને વિષે કુળ-રૂપ તથા વિભૂતિ જોવાય જ છે. ગાયનું દૂધ અને ચંદ્રમાના કિરણો સમાન નિર્મળ એવા તમારા ગુણોથી મેં તમારું કુળ પ્રથમથી જ જાણ્યું છે; કારણ કે રૂપ પ્રમાણે જ ફળમાં રસ હોય છે. તમારી વિભૂતિ પણ મેં આ તમારા શરીરની કાંતિથી જાણી લીધી છે; કારણ કે મૂળને વિષે સરસતા વિના તરૂમાં લીલાશ હોય જ નહીં. વળી તમારું રૂપ તો મકરધ્વજને પણ જીતે એવું છે એ તો પ્રત્યક્ષ જ છે. માટે લક્ષ્મીને જેમ શ્રીકૃષ્ણ, તેમ મારી પુત્રીને તમે જ યોગ્ય ભર્તા છો. હે કુમાર ! જગને વિષે ચંદ્રમા જેવા જે તમે-એમનો હું આ નિર્મળ જ્યોત્સનાની સાથે સંબંધ કરાવું છું તેમાં તમે શાનો ઉપાલંભ આપો છો ? વળી તમે અહીં આવ્યા તેની આગલી રાત્રીએ સ્વપ્નને વિષે મેં કોઈ રત્નાકર સદશ પુરુષને મારી પુત્રીનું પાણિગ્રહણ કરતા જોયો છે. માટે આ તમને દૈવ જ આપે છે; એમાં હું તો માત્ર સાક્ષીભૂત છું–જેવી રીતે હવે પછી પાણિગ્રહણ સમયે અગ્નિ સાક્ષીભૂત થશે તેમ.
આ બધું સાંભળી, નમી જવાનો છે સ્વભાવ જેનો એવા શ્રેણિકકુમારે ભદ્રશ્રેષ્ઠીનું વચન સ્વીકાર્યું; કારણ કે મોટા પુરુષો પોતાના વ્રજની જેમ, પરની પ્રાર્થનાનો, ભંગ કરતા નથી.
શ્રેણિકકુમારે હા કહી એટલે ભદ્રશેઠે ક્ષણમાત્રમાં વિવાહની સામગ્રી તૈયાર કરાવી. કારણ કે મોટા લોકોનાં કાર્ય એમના બોલ્યા પહેલાં જ થાય છે. સર્વ સ્વજન સંબંધીઓએ એકત્ર મળીને ભોજનમંડપ નાખ્યો, કારણ કે ઉદ્યમીના મનને ભોજનની સામગ્રી કશી ગણતરીમાં નથી. પછી શ્વેતશાળ, ઘીના બનાવેલાં નવીન વડાં, ખાંડના ખાજાં, તળેલી પુરીઓ, મધુર ઘોળ આદિ પકવાનો રસોઈઆ પાસે તૈયાર કરાવી શેઠે સકળ વર્ગને જમાડ્યા અને તેમને ચંદનાદિથી વિલેપન કરી પાન સોપારી આપ્યાં; કારણ કે સારું કહેવરાવવાની ઈચ્છાવાળા ગૃહસ્થોને આ બધું કરવું ઘટે જ છે.
ત્યારપછી દાસીઓએ નંદાને દશાયુક્ત ઉજ્વળ વસ્ત્ર પહેરાવી, ચંદનનું વિલેપન કરી, આભૂષણ સાથે પુષ્પમાળા પણ આરોપણ કરાવી, ૨૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #36
--------------------------------------------------------------------------
________________
માતૃગૃહ (માયરા)માં લાવી. ત્યાં તે કુલદેવીને નમીને સામી ઊભી રહી. શ્રેણિકકુમાર પણ કેસરાદિનું વિલેપન તથા ઉત્તમ વસ્ત્રો ધારણ કરી, જંગમ કલ્પવૃક્ષ હોય નહીં એવો જણાતો, દેવીના ભવન પ્રત્યે આવ્યો. ત્યાં નન્દાને હર્ષથી નિહાળી એ રાજપુત્ર શૃંગારરસમાં ડુબતો ચિત્તને વિષે વિચારવા લાગ્યો :- અહો ! આના રક્ત ઉનમ્ર ચરણ કેવા શોભે છે ! નિશ્ચયે એનાથી પરાજય પામીને જ જાણે પદ્મકમળે જળદુર્ગ૧ નો આશ્રય લીધો હોય નહીં ! આના મુખની સાથે સ્પર્ધા કરવાથી પોતાને અપરાધી ગણી, આની આરાધનાને અર્થે જ જાણે ચંદ્રમા નખના મિષે આના ચરણમાં પડ્યો જણાય છે. દિગયાત્રાર્થે પડાવ નાખી રહેલા ભગવાન કામદેવના પટમંદિરમાંના ચાર મહાન સ્તંભોમાંથી એક સરલ જોડલું પ્રચ્છન્નપણે અહીં આવીને રહ્યું હોય નહીં એવી દેખાતી આની બે જંઘાઓ મારાં ચક્ષુને અત્યંત આનંદ પ્રાપ્ત કરાવે છે.
અહો ! આના ગોળ અને વિશાળ ઉરૂ મારા ચિત્તને વિષે રમ્યા કરે છે; એમનાથી જ પરાભવ પામીને કદલીવૃક્ષો જાણે વનમાં જતાં રહ્યાં હોય નહીં ! આના વિશાળ, કોમળ અને સુંદર નિતમ્બો કામદેવની જાણે અભ્યાસભૂમિ હોય નહીં ! એનું ઉદર કૃશતાને પામેલું છે તે જાણે ઉપર રહેલા વક્ષોજના ભારને વહન કરવાથી જ હોય નહીં ! આવાનસ્તંભનું ઉમૂલન કરીને તથા શૃંખલાને ત્રોડી નાંખીને, કામદેવરૂપી ગજ નિશ્ચય આના જ શરીરરૂપી નગરને વિષે ફર્યા કરે છે; કારણ કે અન્યથા ગંભીર નાભિના મિષે વિવર અને રોમરાજિના મિષે લોહશૃંખલા અહીં હોય ક્યાંથી ? મારા નેત્રને કામણરૂપ આના પુષ્ટ અને ઉન્નત સ્તન જોઈને જ જાણે કુંભસ્થળો હસ્તિને શરણે ગયા હોય નહીં ! સરલા અંગુલિઓરૂપી પલ્લવરૂપી એની રસ્ય ભૂજાઓ સ્ત્રી પુરુષના મનનાં અભીષ્ટને પૂર્ણ કરવાવાળી જાણે કલ્પ લતાઓ હોય નહીં ! આનો રેખાવાળો અને શંખ સમાન ગોળાકાર, કંઠરૂપી કંદલ, નિશ્ચયે વદના
૧. જળરૂપી કિલ્લો. ૨. તંબુ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
Page #37
--------------------------------------------------------------------------
________________
રૂપી કમળનાં નાળનાં વિભ્રમને ધારણ કરે છે. આના કાન્તિમાન્ અને નિરન્તર ગોળ એવા મુખથી પરાજય પામીને જ ચંદ્રમા જાણે શૂન્યભાવને ધારણ કરતો હોય નહીં ! વિદ્રુમને પણ કનિષ્ઠ ગણતો આનો અધરોષ્ઠ તે જાણે, હૃદયમાં નહીં સમાવાથી મુખરૂંધ થકી બહાર નીકળી ગયેલો. મારા પરનો તેણીનો રાગ જ હોય નહીં!
દાંતની બે ઉજ્વળ પંક્તિને ધારણ કરતી આ બાળા, એને કોઈએ રતિ ધારીને બે કુંદપુષ્પની માળાથી એની પૂજા કરી હોય નહીં એવી દેખાય છે ! જેમ વાદ કરનારા એવા બે વાદીઓની મધ્યસ્થ સભા હોય તેમ આના બે નેત્રોની મધ્યસ્થ આની સરલ નાસિકા વીરાજી રહી છે. પરાભવ પામેલા પરાભવ પામેલાની સાથે મૈત્રી બાંધે છે એ વાત સત્ય છે કારણકે એના નેત્રથી જાણે પરાભવ પામેલા નીલપદ્મ ચંદ્રમાના પક્ષમાં ગયા છે ! તમાલપત્રના સમાન અને સ્નિગ્ધ વાળવાળા એનાં ભવાં, જાણે એનાં નેત્રોએ કમળો પર મેળવેલા વિજયને પાટે વીરપટ્ટ બાંધ્યા હોય નહીં એવાં છે. એના સ્કંધપર રહેલા મનહર કર્ણદ્વય જાણે યુવાન પુરુષોના અસ્થિર ચિત્તને બાંધી લેવાને તૈયાર કરેલી પાશ હોય નહીં ! વળી પત્રવાળી આની ભાળસ્થળી”, કામદેવે કર્મને પરિણામે મનુષ્યદેશને પ્રાપ્ત કરાવેલી તેની શાળા જ હોય. નહીં ! અહો ! આ નંદા ચરણથી મુખપર્યન્ત લાવણ્યરસથી ભરેલી છે; અન્યથા કેશના વિષે રહેલા આ દુર્વાકરો અહીં હોય નહીં ! નિશ્ચયે. આને ગૌરીની સમાન કેવળ સુવર્ણના પરમાણુઓથી નિર્માણ કરેલી. અથવા હેમકૂટ પર્વત થકી આકૃષ્ટ કરેલી હોય નહીં !
૧. શોભા. ૨. રાય (૧) સ્નેહ (૨) રંગ. ૩. મધ્યસ્થ (૧) કોઈનો પણ પક્ષ કર્યા વિના મધ્યસ્થ રહીને ફેંસલો આપનાર Umpire. (૨) વચ્ચે. ૪. અને એથી જ જાણે ચંદ્રમામાં કલંક છે ! ૫. વિજયી વીરોને આપવામાં આવતા પટ્ટા.
૬. પીળ કાઢેલી. ૭. કપાળ. ૮. (૧) લાવણ્ય રસ અને (૨) લાવણ્યરૂપી જળ. જ્યાં દૂર્વાકરો હોય ત્યાં રસ (જળ) હોય જ; અહીં (નંદામાં) (કેશરૂપી) દૂર્વાકુરો છે, માટે એનામાં રસ (લાવણ્ય) છે.
૨૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રેણિકકુમાર આ પ્રમાણે ચિત્તવન કરતો હતો એવામાં, સિદ્ધાંતનો પાઠ કરતા સાધુને પોણી પોરિસી થાય તેમ લગ્નવેળા થઈ. એટલે જકાત લેનારો અધિકારી જેમ વ્યાપારીનો કર (જકાત) લે તેમ શ્રેણિક કુમારે હર્ષ સહિત નન્દાનો કર ગ્રહણ કર્યો. વેદિકાની પાસે આવીને એ પતિપત્નીએ, માગશર માસની પ્રથમ તિથિએ રોહિણીને શશી જેમ મેરૂપર્વતની પ્રદક્ષિણા કરે તેમ, અગ્નિની પ્રદક્ષિણા કરી. કરમોચનને વખતે શ્રેષ્ઠીએ અશ્વાદિકનું દાન કર્યું કારણ કે ઉદાર પુરુષોનું નિત્ય આવું જ આચરણ હોય છે. આ હસ્તમેળાપ પુષ્કળ દ્રવ્યના વ્યયને લીધે બહુ જ પ્રશંસાપાત્ર થયો કારણ કે ઘણો કસુંબો નાખવાથી વસ્ત્રને વિષે પણ રાગ (રંગ) થાય છે.
આ વખતે શ્રેણિકને વિચાર થયો કે - મારા પિતાએ કરેલું મારું અપમાન પણ મારા ઉદયને અર્થે થયું : મસ્તક પર ફોલ્લો તો થયો પણ એથી ચક્ષને શીતલતા મળી. અહો ! પૂજ્યવર્ગે કરેલું અપમાન સારું, પણ નીચ જનોએ કરેલો સતકાર સારો નથી; આરોગ્યથી થતી કૃશતા સારી, પણ વાયુથી ઉત્પન્ન થતું પીનત્વ સારું નથી.
શ્રેણિક સંબંધી આ સર્વ વૃત્તાન્ત એના પિતા પ્રસેનજિત રાજાએ જામ્યો કારણ કે અન્ય લોકો તો પોતાનાં જ નેત્રથી જુએ છે પરંતુ રાજાઓ તો પારકાં નેત્રથી (ચરપુરુષોથી) પણ જુએ છે.
હવે શ્રેણિકકુમાર નન્દાની સાથે ઉત્તમ ભોગ ભોગવતો દોગÇક જાતિના દેવોની પેઠે કાળ નિર્ગમન કરે છે એવામાં એકદા સુખમાં નિદ્રાવશ થયેલી નન્દાની કુક્ષિને વિષે, પદ્મિનીને વિષે કલહંસની જેમ, કોઈ પુણ્યનિધિ જીવ અવતર્યો. એટલે શય્યાને વિષે સૂતેલી એવી તેણીએ (નિદ્રામાંજ) ને જીતીને યશના પિડ પ્રાપ્ત કર્યા હોય નહીં એવા ચાર ઉદાર દનૂશળને ધારણ કરતો; ગર્ભનું અતિ સૂક્ષ્મદર્શીપણું જણાવતો હોય નહીં એમ લોકોને અભયદાનને અર્થે જેણે પોતાની શુંઢ ઊંચી રાખી
૧. સાધુની અમુક ક્રિયાને પોરિટી કહે છે.
૨. નિરન્તર ભોગવિલાસની લાલસાવાળા દેવો. ૩. કમળ પુષ્પોથી ભરેલી તળાવડી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૨૩
Page #39
--------------------------------------------------------------------------
________________
છે !!
છે એવો; પંખા જેવા નિરન્તર હાલ્યા કરતા એવા પોતાના કર્ણોએ કરીને એવો; ઉદારતા આદિ ગુણોએ કરીને જાણે બંદિજનરૂપ મુખર ભ્રમરોને દાન આપતો હોય નહીં એવો; શ્વેત વર્ણવાળો, ઐરાવણ જેવો ગજરાજ પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો.
એટલે જાગી જઈને શીધ્રપણે પલંગથી ઊતરી, હર્ષાતુર બનેલી તે, જંગમ રાજ્યલક્ષ્મી જ હોય નહીં એમ પતિની પાસે ગઈ. ત્યાં આમ્રવૃક્ષના અંકુરો ખાવાને લીધે ફટ છે કંઠ જેનો એવી કોકિલાની જેવી મધુર વાણી વડે નંદાએ હસ્તિના સ્વપ્નની વાત સ્વામીને નિવેદન કરી, ને પૂછ્યું - હે સ્વામી ! ઉત્તમ શુકન જેવા આ મારા સ્વપ્નથી મને શું ફળ પ્રાપ્ત થશે ? એ સાંભળી, શ્રુતસામ્રાજ્યના લાભની પેઠે અદ્વૈત આનંદને ધારણ કરતા શ્રેણિકકુમારે પોતાની બુદ્ધિને અનુસાર એ સ્વપ્નનું ફળ કહ્યું - હે પ્રિયે ! તને સર્વલક્ષણસંપૂર્ણ અને વિવિધ બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન પુત્ર થશે; ઋક્મિણીને પ્રધુમ્ન થયો હતો તેમ. “દેવગુરુના પ્રસાદથી અને આપના પુણ્ય-ઉદયથી મને એમ થાઓ” એમાં કહીને નન્દાએ ગુરુની શિક્ષાની જેમ સ્વામીનાથના વચનનો સ્વીકાર કર્યો; અને જેમ નિર્ધન પુરુષ દેવતાએ આપેલું ચિન્તામણિ (રત્ન) ગાંઠે બાંધી લે તેમ એણે તેના શકુનની ગાંઠ બાંધી લીધી. પછી તે એક સાથ્વી જેમ પોતાના ચારિત્રનું યથાયોગ્ય રીતે પાલન કરે તેમ, પોતાના ગર્ભનું,નહીં અતિ સ્નિગ્ધ કે નહીં અતિ રુક્ષ, અતિ ઉષ્ણ પણ નહીં તેમાં અતિ શીત પણ નહીં, અતિ કટુ પણ નહીં તેમ અતિ લવણ પણ નહીં, નહીં તીખા કે નહીં મોળા, નહીં અપક્વ કે નહીં અતિ કષાયવાળા, નહીં અતિ આમ્લ કે નહીં અતિ મધુર, દેશ-કાળ-વયને અનુસરતા, ગર્ભને પોષનારા, અનવદ્ય અને મિત આહારથી પોષણ કરવા લાગી.
આ સમયે કુશાગ્રપુરનગરને વિષે, અભવ્યની જેમ પ્રસેનજિત રાજાને કુશળ વૈધોથી પણ અસાધ્ય એવો કોઈ વ્યાધિ થયો. વ્યાધિને અસાધ્ય જાણીને, રાજાએ મૂર્તિમાન ક્ષાત્રધર્મ જેવા શ્રેણિકને તેડી લાવવા ઊંટવાળાઓને મોકલ્યા. એ માણસો મૌન ધારણ કરી રહેલી, મનના
૧. સામગ્રીનો સદ્ભાવ છતાં પણ મોક્ષ જેને ન મળી શકે એવો (પ્રાણી).
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #40
--------------------------------------------------------------------------
________________
જેવા વેગવાળી, પીતવર્ણી, દુર્બળ મુખવાળી, લઘુકર્ણી, કોટને વિષે લટકતી માળાવાળી, ચરણને વિષે શબ્દ કરતા નૂપુરવાળી, ઘુઘરમાળથી શોભતી સાંઢણીઓ પર આરૂઢ થઈને વેણાતટનગરે આવી પહોંચ્યા. અસ્થિર કાન, બલિષ્ટ સ્કંધ, કુચા જેવી લાંબી ચોટલી અને પદ્મપત્ર સમાન વિશાળ નેત્રોવાળા, એ-રાજાના સદા વિશ્વાસુ ગૌરવર્ણા-સેવકોને દૂરથી જ જોઈને શ્રેણિક અતિ આનંદ પામ્યો. પોતાના દેશના અન્ય માણસોને પણ બહુ કાળે જોવાથી હર્ષ થાય છે તો પોતાના જ માણસોને જોવાથી તો વિશેષ જ થાય. એઓ આવીને કુમારને ચરણે પડ્યા અને કુમારે એમની પીઠ પર હસ્ત મૂક્યો; કારણ કે ઉચિત કરવામાં સત્પુરુષો કદાપિ ભૂલ કરતા નથી.
પછી-મારા વિશ્વપાલક પૂજ્યપાદ પિતાશ્રી પોતે ખુશીમાં છે ? મારા પુત્રસ્નેહથી પૂર્ણ માતાજી સારાં છે ? મારી અપર માતાઓ પણ સારી પેઠે છે કે ? મારા વડીલ ભાઈઓ અને નાના બંધુઓ પણ આનંદમાં છે કે ? મારાં બીજા મમતાળુ સંબંધીઓ પણ કુશળ છે કે ? રાજ્યકાર્યને કરનારા એવા પ્રધાનો પણ ખુશીમાં છે કે ? બૃહસ્પતિની બુદ્ધિવાળા અમાત્યો પણ સારા છે કે ? સદ્ગુણોથી શોભતો એવો સકળ પરિગ્રહ પણ સારી પેઠે છે કે ? પૂજ્ય વડીલે નિરન્તર લાડ લડાવેલ એવા નગરવાસિજનો પણ આનંદમાં વર્તે છે કે ? પૂજ્યપિતાએ પાલન કરાતા સર્વ માંડલિક રાજાઓ પણ કુશળ છે કે ? આવા આવા પ્રશ્નો શ્રેણિકકુમારે ગુરુભક્તિને લીધે એમને પૂછ્યા અથવા તિરસ્કાર પામતાં છતાં પણ ભક્ત તો ભક્ત જ રહે છે. કલ્યાણકારીને વિષે સર્વ કલ્યાણમય જ હોય છે. સેવકોએ ઉત્તર આપ્યો, હે સ્વામિ ! વિજયશાળી એવા આપના પિતાના પ્રભાવથી સર્વત્ર કુશળ પ્રવર્તે છે; સૂર્યનો ઉદય થયે અંધકાર કેવું ? પણ એક વિજ્ઞાપના કરવાની છે કે-આ “વિજ્ઞાપના કરવાની છે કે” શબ્દોથી ધીરશિરોમણિ એવા કુમારનું મન પણ, આકાશને વિષે વિદ્યુત્ ઝબકે તેમ, સહસા કંપાયમાન થયું. એટલે તેમણે
૧. પરિવાર.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૨૫
Page #41
--------------------------------------------------------------------------
________________
કુમારને એકાન્તમાં રાજાને વ્યાધિ થયાના સમાચાર કહ્યા અને એના ઔષધ તરીકે પોતે તેને તેડવા આવ્યા છે એમ જણાવ્યું.
આવા કર્ણને વિષે વિષ સમાન સમાચાર સાંભળીને શ્રેણિકકુમાર બહુ વિષાદ પામ્યો કારણ કે ખાંડ ચાવતાં તેમાં કાંકરો આવ્યા જેવું થયું. “અહો ! મારા જેવા મંદભાગ્ય પુત્રે તાતસેવા પણ તજી દીધી. નિષ્ફળ વૃક્ષની પેઠે મારા દિવસો પણ અફળ ગયા. સામગ્રી પામ્યા છતાં પણ મારા જેવો ગુરુકર્મી પ્રાણી ગુરજનની સેવા કરી શક્યો નહીં અથવા તો પૂજ્યપિતાનું નિત્ય સ્મરણ કર્યા કરવાથી હું એવો નથી ઠરતો એમ મારું અંત:કરણ સાક્ષી પૂરે છે. પણ હવે ચિંતા કરવી રહેવા દઈ મારે પિતાનું વચન માન્ય કરવું કારણ કે વ્યાધિગ્રસ્ત અવસ્થાને માટે લાંબો વિચાર કરવો શોભતો નથી. જ્યારે મારા પિતા અતિ માંદગીને વશ છે ત્યારે મારાથી મોડું કેમ જવાય ? ગાડી અટકી પડ્યા પછી વિનાયક (વિપ્ન દૂર કરનાર) ગણપતિ શું કરે ?
આમ વિચાર કરી પિતા સમાન શ્વશુર-શ્રેષ્ઠીની આજ્ઞા માગી શ્રેણિકકુમાર, હંસ હંસીની પાસે જાય તેમ, નંદા પાસે ગયો. ત્યાં જઈ વક્તાઓને વિષે શિરોમણિ એવો એ બોલ્યો-હે પ્રિયા ! હે સદ્ધર્મચારિણી ! મારા પિતાએ મને તેડાવ્યો છે માટે હું અહીંથી જાઉં છું. જેને લીધે લોકો તને બીજના ચંદ્રમાની પેઠે નમે છે એવા તારા શીલવ્રતનું તું તારી જાતની પેઠે જ રક્ષણ કરવામાં નિરન્તર વનવતી રહેજે. કારણ કે એ શીલ કુળની ઉન્નતિ કરવાવાળું, વિપત્તિનો નાશ કરવાવાળું અને સર્વ કોઈનું કલ્યાણ કરવાવાળું પરમ ભૂષણરૂપ છે. મારે વધારે શું કહેવું? એવું વર્તન રાખજે કે જેથી બંને લોક અને બંને કુળ ઉજ્વળ રહે. અદ્વિતીય ગુણોવાળી એવી તને મારે આવી શિખામણ આપવી એ ચંદ્રમાને ઉજ્વળ કરવાનો પ્રયત્ન કરવા જેવું છે. આમ કુમારે નન્દાને અમૃત સમાન કોમળ વાણીથી બોધ આપ્યો. કારણ કે અન્ય સ્થળે. મૃદુતા રાખવી રહી છે તો સ્ત્રીઓને વિષે મૃદુતા રાખવી જોઈએ એમાં
૧. ઘણાં કર્મવાળો-ભારેકર્મી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૬
Page #42
--------------------------------------------------------------------------
________________
તો શું જ કહેવું ? પછી પાઘડુવુલ્યા ગોપાત્ર વર્ષ નગૃહે પુરે એવા ઉત્તમ મંત્રના બીજ સમાન અક્ષરો લખીને એણે નન્દાને અર્પણ કર્યા એટલે નન્દાએ કહ્યું- હે સ્વામિ ! તમારો માર્ગ વિપત્તિરૂપી દધિને મન્થન કરનારો થાઓ અને તમને સંપત્તિ પ્રાપ્ત થાઓ.
પછી મૂર્તિમાન્ શુભ ભવિતવ્યતા હોય નહીં એવી સાંઢણી ઉપર આરૂઢ થઈને, પોતાનાં પુણ્ય હોય નહીં એવા ઊંટવાળાઓની સંગાથે તેણે રાજગૃહ નગર પ્રત્યે પ્રયાણ કર્યું. માર્ગને વિષે સંસારીજીવની પેઠે અખંડ પ્રયાણ કરતો એવો કુમાર ભોજન કરતો ત્યાં પણ બિલકુલ ખોટી થતો નહીં. તેના મસ્તક પર વૃક્ષો, સ્ત્રી જન “લાજ” નો વરસાદ વરસાવે તેમ, પુષ્પનો વરસાદ વરસાવવા લાગ્યા; રસવાળાં પક્વ ફળોની, ભવિષ્યમાં રાજા થનારા એવા એને જાણે ભેટ આપવા લાગ્યા; મન્દ વાયુથી હાલતા રક્તપલ્લવોરૂપી કરવડે, “તને રાજ્ય મળવાનું છે માટે શીધ્ર ગમન કર” એમ જાણે અભિનય કરવા લાગ્યા; અને પ્રચંડ પવનથી હાલેલી–માટે જાણે નમન કરતી હોય એવી-શાખાઓ વડે રૂપમાં કામદેવને જીતનાર એવા કુમારને જાણે વંદન કરવા લાગ્યાં. આ બધો ઉપચાર એમણે જાણે એમ ધારીને કર્યો કે “આપણે આ આપણા જન્મદાતાની ભૂમિને વિષે વસીએ છીએ માટે જાણે એ એમને કર આપ્યો.”
વાટ પૂરી થઈ અને ઈચ્છિત સ્થળે આવી પહોંચ્યા એટલે નગરને વિષે પ્રવેશ કરતાં એને મયૂર-નકુળ-શ્વાન–ચાષપક્ષી-વૃષભ-શુક અને ખંજનપક્ષી એ સર્વ જમણાં ઉતર્યા; અને કુંભ-છત્ર-અશ્વત્રી અને ઉન્નતા સુંઢવાળો ગર્જના કરતો હાથી એ સર્વ ઉત્તમ રાજ્યલક્ષ્મીનાં મુખો હોય. નહીં તેમ એની સન્મુખ આવ્યાં. આવાં ઉત્તમ માંગલિક સૂચક શકુનો સહિત તે, ભવ્ય પ્રાણી જિનેશ્વરના શાસનને પામે તેમ, પિતાના મહેલ પ્રત્યે પામ્યો (મહેલે પહોંચ્યો) અને વિમળ જેમ અપ્રમત્તગુણસ્થાને ચડતો હોય તેમ, તે અનુક્રમે એ મહેલને સાતમે માળે ચઢ્યો. ત્યાં એને પિતાના દર્શન થતી વખતે પોતે પૂર્વે કદિ નહીં અનુભવેલો એવો હર્ષ થયો.
૧. એ નામનું એક જાતનું ધાન્ય.
૨. એક જાતનું વાજિંત્ર ૩. વિમળ એવો આત્મા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૨૭
Page #43
--------------------------------------------------------------------------
________________
પણ પાસે ગયો એટલે એમને વ્યાધિગ્રસ્ત જોઈ વિષાદ પામ્યો. લોકો રાહુથી ગ્રસ્ત એવા સૂર્યને જોઈને વિષાદ પામે છે તેમ. આમ એક કાળે જ હર્ષવિષાદથી જેનું મન પૂરાઈ ગયું છે એવો શ્રેણિક શિષ્યની પેઠે ઘણેકાળે ગુરુજનને ચરણે પડ્યો; એટલે રાજાએ પ્રમોદ સહિત તેના મસ્તક પર પોતાનો હસ્ત સ્થાપ્યો, તે જાણે દશમ દ્વાર દ્વારા પોતાના ભુજબળનું તેને (કુમારને) વિષે સંક્રમણ કરાવતો હોય નહીં !
પછી પિતા-પ્રસેનજિત્ રાજાએ પુત્ર-શ્રેણિકકુમાર પ્રત્યે કહ્યું-હે પુત્ર ! ધર્મકાર્યને અર્થે જ હોય નહીં એવી ત્વરાથી તું અહીં આવ્યો એ તેં બહુ યોગ્ય કર્યું; કારણ કે મારે તારાં દર્શન થયાં. હે બધુવત્સલ પુત્ર ! તારો મેળાપ થયો એજ કહી આપે છે કે યામિકની પેઠે મારી પ્રજાનાં ભાગ્ય હજુ જાગ્રત છે. હે પુત્ર ! પરાભવ પામ્યા છતાં પણ ગુરુજન પ્રતિ વિકાર ન જણાવતાં, તું સુશિષ્યની પેઠે ભક્તિમાન રહ્યો એથી તું મારો પુત્ર જણાઈ આવે છે. પુત્રની સ્તુતિ ન કરવી જોઈએ તોપણ હું કરું છું, કારણ કે તારા ઉપર મારી અકૃપા છતાં પણ તે મારી આજ્ઞાને મસ્તક પર ધારણ કરી છે.
ગર્જના કરીને મેઘ રહી જાય તેમ, આ પ્રમાણે ભૂપતિ બોલી રહ્યા પછી, મયૂરની પેઠે શ્રેણિક હર્ષથી ગદ્ગદ કંઠે કહેવા લાગ્યો-હે તાત ! મને વિકાર રહિત ક્યાં ભાળ્યો ? અને મારી ભક્તિ પણ શી દીઠી ? હું તો માનભંગ સમજીને મારી (બાલ-) બુદ્ધિ અનુસાર ક્ષણવારમાં દેશાત્તર જતો રહ્યો. મારે વિષે ગુણનું આરોપણ, એ છીપને વિષે રૂપાના આરોપણ જેવું છે; ગુરુજનનો પ્રબળ પક્ષપાત એજ આમાં કારણભૂત છે. જ્યાં સ્વામિની ઉજ્વળ દષ્ટિ પડે છે ત્યાં ગુણા હોય છે એમ કહે છે એ સત્ય છે, કારણકે એ સ્વયમેવ દેખાય છે, પ્રત્યક્ષ છે.
૧. ગુરુજન (૧) અધ્યાપક (૨) વડીલ. ૨. મસ્તક. યોગના દશ દ્વાર કહ્યાં છે. ૩. પહેરેગીર. ૪. મેઘની ગર્જના પછી મયુરની કેકા, તેમ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #44
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે પોતાની લઘુતાના વચનો કહીને શ્રેણિક મૌન રહો; કારણ કે ગુરુજનની આગળ અધિક ભાષણ શોભતું નથી. પુનઃ ભૂપતિએ કહ્યું- હે વત્સ ! તારા પિતાનું રાજ્ય તું હવે ગ્રહણ કર. કર્મરોગથી પીડાતા અમે તો હવે આત્મસાધન કરીશું.
પણ પુત્રે કહ્યું- હે તાત ! હું તો પાળાની જેમ નિરન્તર આપના સમાન ચિરંજીવી પિતાના ચરણની સેવા કરીશ. આપ યાવચ્ચદ્ર દિવાકરી સામ્રાજ્ય ભોગવો. આપનો વ્યાધિ છે તે મણિનો મેલ વન્તિથી દૂર થાય છે તેમ ધર્મકાર્યથી દૂર થશે.
એ સાંભળી પિતાએ કહ્યું-મારા કુળમંદિરના દીપક ! કલ્પવૃક્ષની પેઠે સર્વ અવસ્થાને વિષે સેવવા યોગ્ય એવો જે ધર્મ તે તો મારે સેવવો જ છે; ને રાજ્ય પાત્રને વિષે અર્પવું છે. માટે હવે તું કંઈ પણ બોલે તો તને મારા સોગંદ છે.
આમ પુત્રને શપથ આપી બોલતો બંધ કરી પ્રસેનજિત રાજાએ એના અભિષેકને અર્થે સામગ્રી તૈયાર કરાવવા માંડી; એક સૂરિ પોતાના શિષ્યને સૂરિપદ આપતી વખતે કરાવે તેમ. સુવર્ણ સમાન કાન્તિવાળા શ્રેણિકને સુવર્ણના સિંહાસન ઉપર બેસાડ્યો-તે વખતે એ અન્ય મેરૂ પર્વત હોય નહીં એવો શોભવા લાગ્યો. પૂર્વ દિશાને વિષે રાજા પોતે અને અન્ય ત્રણે દિશાઓમાં સામનો હસ્તને વિષે સુવર્ણના જળકુંભો લઈને ઊભા રહ્યા તે વખતે એઓ ગજદંતનીર જેવા શોભવા લાગ્યા. મેઘ જેમ ગિરિના શિખર પર અભિષેક કરે તેમ એમણે કુમારને અભિષેક કર્યો; અને રાજાએ રૂપાના કચોળામાં ચંદન મંગાવી એને પોતાને હાથે તિલક કર્યુંતે જાણે “તું પણ આમ નિરંતર વૃદ્ધિ પામ” એમ સૂચન કરવાનું હોય નહીં ! પછી, શિષ્યને શિક્ષાપાઠ આપીને ગુરુ નમે તેમ રાજાએ પુત્રને નમન કર્યું; કારણકે પુરુષો ઉત્તમ પ્રકારે વર્ણવેલા ન્યાયને દીપાવવામાં સદા તત્પર રહે છે. પછી સામગ્ન આદિ અન્ય જનોએ પણ એને સાધુની જેમ નમન કર્યું; કારણ કે મહંત પુરુષોએ પાડેલો માર્ગ અન્ય જનોને
૧. પાળા-પગે ચાલતું સૈન્ય.
૨. ચાર દિશાઓમાં ચાર ગજદંત પર્વતો આવેલા છે તે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
Page #45
--------------------------------------------------------------------------
________________
દુષ્કર રહેતો નથી (સરલ થઈ જાય છે). કુળની વડીલ સ્ત્રીઓએ પણ, નિર્બળ શત્રુઓ પર બાણનો વરસાદ વરસાવવામાં આવે છે તેમ, એના મસ્તક પર દહીં, દુર્વા અને અક્ષતની વૃષ્ટિ કરી.
પછી કૃતકૃત્ય એવો પ્રસેનજિત્ રાજા સૂરિની જેમ, નવા રાજાને, રાજાને યોગ્ય એવી શિક્ષા આપવા લાગ્યો :- હે મહાસામન્તોના અધિપતિ ચિરકાળ પર્યન્ત રાજ્ય કરવાની ઈચ્છાવાળા તારા જેવા રાજપુત્રે પદાતિ સૈન્યને પોતાના સમાન ગણવું; કારણકે એના વિના મહાકાર્ય સાધવું હોય તે સધાતું નથી. અને વાડ વિના વૃક્ષની રક્ષા થતી નથી તેમ એના વિના શરીરની રક્ષા પણ થતી નથી. વળી સર્વ મંત્રી પ્રમુખ અધિકારીઓને એવી રીતે રાખજે કે જેથી એઓ કદાપિ પણ ઉદાસીન થઈને કાર્યની ઉપેક્ષા કરે નહીં. હે પૃથ્વીપતિ ! આમ કરીને તારે તારી પ્રજાનું, તારી પોતાની સંતતિની પેઠે પાલન કરવું; તે એવી રીતે કે એને તારા પૂર્વજોનું સ્મરણ કરવું પડે નહીં. કોઠાર અને કોશ પણ તેમને જ હોય છે કે જેઓ પોતાની પ્રજાનું પાલન કરે છે; કારણ કે દહીં વિના માખણની આશા રાખવી વ્યર્થ છે. વળી તારે ધર્મ-સિદ્ધિને અર્થે સર્વ તપસ્વિઓની રક્ષા કરવી; અને જીવિતવ્યને અર્થે બીજા અંગોની રક્ષા કરતાં મસ્તકની રક્ષા સવિશેષ કરવી. હે રાજન્! તારે એવી પ્રવૃત્તિ રાખવી કે જેથી કલ્પદ્રુમની પેઠે તને સર્વ ન્યાયશાલી પુરુષોરૂપ તરૂવરોની મધ્યે પ્રથમ પંક્તિ પ્રાપ્ત થાય.
પિતાના આ સર્વ આદેશને શ્રેણિકે અંજલિ જોડી મેઘજળને ગ્રહણ કરતા ચાતકની જેમ પડતાં પૂર્વેજ ગ્રહણ કર્યા.
પુત્રની પછી સામન્ત આદિ પરિગ્રહને પણ પ્રસેનજિત્ રાજાએ શિક્ષાવચન કહ્યાં કારણ કે બંને પક્ષને શિખામણ દેવી એજ ખરી શિખામણ કહેવાય છે :
આટલા દિવસ પર્યન્ત મેં તમને પુત્રપેરે પાળ્યા છે; તમને કદાપિ પુષ્પનો પ્રહાર પણ કર્યો નથી; તો હવે આ 'કુવલયાનન્દ,
૧. ૧-૨-૩ આ ત્રણે વિશેષણો કુમારને માટે તેમજ ચંદ્રમાના પણ છે. કુમારની સાથે લેતાં (૧) પૃથ્વીરૂપી વલયને આનંદ આપનાર (૨) અજ્ઞાન રૂપી તમ:અંધકાર-ને ભેદનાર (૩) કળા-પુરુષની ૭૨ કળા-નો નિધાન.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
30
Page #46
--------------------------------------------------------------------------
________________
તમોભેદી અને રકળાનિધિ કુમાર, નક્ષત્રોનો જેમ ચંદ્ર, તેમ તમારો સ્વામી થયો છે તેની સાથે તમે, અદ્યાપિ પર્યન્ત મારી સાથે જેવી રીતે વર્તતા હતા તેવી જ રીતે વર્તજો; કારણ કે મેં શિશુના દોષોની પેઠે તમારા દોષ ક્યારેય પણ ગણ્યા નથી. તમારે એના શાસનનું ઉલ્લંઘન કરવું નહીં; કારણ કે પ્રચંડ શાસનવાળો એ, સૂર્ય અંધકારને સહન કરતો નથી તેમ, તમારા અપરાધને સહન કરશે નહીં. માટે એની ઈચ્છા પ્રમાણે વર્તી તમારે એની દેવની જેમ આરાધના કરવી; અને કાર્યસાધક એવી એની આજ્ઞાને શેષની જેમ મસ્તકે ધારણ કરવી.
રાજાની શિક્ષાને પરિજનવર્ગે પણ પોતાની જ શોભા હોય તેમ ગ્રહણ કરી; કારણ કે એવો કોણ હોય કે જે મુખને વિષે પ્રવેશ કરતા અમૃતને આડો હાથ દઈને નિષેધ કરે ?
આ વખતે વિપ્રોએ મંત્ર ભણવા માંડ્યા, બંદિજનો વિજયના માંગલિક બોલવા લાગ્યા, વાજિંત્રો ઊંચે સ્વરે વાગવા લાગ્યા અને પ્રમદાઓ નૃત્ય કરવા લાગી. પ્રજાજનો મદોન્મત્ત હસ્તિઓ, નાનાવિધ તુરંગમો, તેજસ્વી રત્નો, સુવર્ણ, પાણીદાર મુક્તાફળ, હાર-કેયૂરત્રૈવેયક-માળા આદિ વિવિધ અંગોના આભૂષણો, નાના પ્રકારના શસ્ત્રવસ્ત્ર-પત્ર-પુષ્પ-ફળો અને અ-ક્ષત" અક્ષતપાત્રો આદિની ભેટ ધરવા આવવા લાગ્યા; કારણ કે પુત્રના ઉત્સવે આવક હસ્તને વિષે રહેલી (હાજર-તૈયાર) જ છે. આ અભિષેક-મહોત્સવમાં બંદીવાનોને છોડી મૂકવામાં આવ્યા; પણ એ કંઈ આશ્ચર્ય નહોતું; જંતુઓને કર્મરૂપી ગુપ્તિથી છોડવશે એજ આશ્ચર્ય. ઘેરઘેર અને હાટેહાટે તોરણો અને ઊંચી કસુંબાની ધ્વજાઓ બાંધવામાં આવી અને નાટ્યારંભ થવા લાગ્યા; એથી આ નગરી સ્વર્ગપુરી સમાન શોભવા લાગી. અનુક્રમે ઈહલોક સંબંધી
૧. ચંદ્રમાની સાથે લેતાં (૧) કુવલય-કમળ-ને આનંદ આપનાર-વિકસાવનાર (૨) અંધકારને હણનાર ૨. (ચંદ્રમા)ની ૧૬ કળા કહેવાય છે તેનો નિધાન. ૩. દેવ આગળ ધરેલ નૈવેધ-બલિ આદિમાંથી વહેંચવામાં આવે છે તે શેષ-કે જે પવિત્ર ગણાય છે.
૪. કંઠના આભૂષણ. ૫. અખંડ. ૬. આવરણ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૩૧
Page #47
--------------------------------------------------------------------------
________________
સર્વ પાપોની નિન્દા કરતા, અને સુકૃતોની પ્રશંસા કરતા પ્રસેનજિત રાજાએ મરણ સમયે ચાર" શરણ અંગીકાર કર્યા. પછી વર્તમાન તીર્થના. પ્રભુ પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરતો એ રાજા સ્વર્ગે ગયો; કારણ કે એના જેવા ઉત્તમ-દષ્ટિ જીવો સ્વર્ગે જ જાય છે.
પછી શ્રેણિક નરપતિ, સદ્ગુરુ શિષ્યોને આપે તેમ, ગંધહસ્તિઓને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવામાં કોઈ કોઈ વાર વક્રમુખ-વિશાળ છાતીપુષ્ટ અંગોપાંગ-સ્નિગ્ધ રોમરાજિ સુંદર કાન-અને-ઉન્નત સ્કંધ-વાળા અશ્વોને ખેલાવવામાં; કદાચિત વિદ્ધનો સાથે ગોષ્ઠી સુખમાં તો અન્ય વખતે ધર્મકાર્યો આચરવામાં; કોઈ વખત પદ્મિની-સ્ત્રીઓની સાથે વિવિધ ભોગવિલાસ ભોગવવામાં તો કોઈ વખત સામ-ભેદ-દંડ આદિ ઉપાયોથી શત્રુઓને વશ કરવામાં; આમ ધર્મ-અર્થ અને કામને વિષે યથાકાળ પરાયણ રહેતો, પૃથ્વીને શેષનાગની પેઠે વિધિવત ધારણ કરવા લાગ્યો.
અહીં વેણાતટ નગરમાં મેઘમાળાને વિષે રહેલા ચંદ્રમાની કાન્તિની જેમ નન્દાને ગર્ભના ચિન્હો પ્રકટ દેખાવા લાગ્યાં. તેનાં અંગો સર્વ ઢીલાં પડી જવા લાગ્યાં (કારણ કે મહાપુરુષનો સંપર્ક થયે છત કોણ સ્તબ્ધપણાનો ત્યાગ નથી કરતું ?) તેનાં મુખ અને લોચન ફીક્કા પડી ગયાં (કારણ કે શરઋતુ આવ્યે મેઘસમૂહ શું અભ્રક" સમાના શ્વેત નથી થતો ?); તેનાં કુચકુંભ પણ “આના (આ નન્દાના) ગર્ભમાં રહેલા પુરુષરત્નને આપણું અંતર્ગત બળ કંઈપણ સહાય કરી શકતું નથી” એવા જાણે વિષાદને લીધે જ હોય નહીં તેમ, મુખને વિષે અતિશય શ્યામતા પેઠે, અને અન્ય સર્વત્ર ફીકાશ ધારણ કરવા લાગ્યા.
વિજયી રાજાના રાજ્યની જેમ, એનું વિકાર રહિત ઉદર વળિનો ભંગ કરીને વૃદ્ધિ પામવા લાગ્યું. એની ગતિ જે મૂળે મંદ તો હતી
૧. અરિહંત-સિદ્ધ-સાધુ અને કેવળીપ્રણીત ધર્મ-એમ ચાર. ૨. તે સમયે વર્તતું. ૩. મેઘનીમાળા અર્થાત વાદળાં ૪. અક્કડપણું ૫. અબરખ.
૬. આ વિશેષણ સાભિપ્રાય છે : વિકાર-વ્યાધિ-રહિત. વ્યાધિને લીધે ઘણાને ઉદર વૃદ્ધિ પામે છે, પણ આ તો વ્યાધિ વિના વૃદ્ધિ પામવા લાગ્યું. ૭. વળિ વાટા, સ્ત્રીને પેટ ઉપર વાટા પડે છે તે. ગર્ભવતીનું ઉદર વધે એટલે એ વળિનો ભંગ થાય, વળી મટી જાય. ૩૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #48
--------------------------------------------------------------------------
________________
કરે ? જ તે હવે વિશેષ મંદ થઈ; મોટા માણસથી સમાક્રાન્ત થયે છતે થોડું પણ હલી કે ચલી શકવું એજ આશ્ચર્ય છે. એને આળસ બહુ થતી હતી એ જાણે બાળક ક્ષમાશીલ થશે એમ સૂચવતું હતું; વળી એના દક્ષિણ અંગની ગુરુતા અનુમાન કરાવતી હતી કે ગર્ભમાં પુત્ર છે. ઉષ્ણતા થશે તો ગર્ભને દુઃખ થશે માટે એના સુખને અર્થે શીતવાયુ ગ્રહણ કરવાને માટે જ હોય નહીં એમ એને વારંવાર બગાસાં આવવા લાગ્યા. વળી હવે નન્દાને વિશેષ લજ્જા આવવા લાગી; અથવા તો ગુણવાનૂની સંગતિમાં ગુણની વૃદ્ધિ થાય એ યોગ્ય જ છે. બહારથી પણ એનું રૂપ અતિ ખીલી નીકળ્યુંઃ મણિનાયોગથી મુદ્રિકાનું પણ એવું જ, સૌંદર્ય જણાય છે.
અનેક ઉત્તમગુણયુક્ત ગર્ભનું વિધિ પ્રમાણે પાલન કરતાં નન્દાને ત્રીજે માસે દોહદ ઉત્પન્ન થયો કે, હું હસ્તિ પર આરૂઢ થઈને, નગરને વિષે સર્વત્ર અમારિ ઘોષણા સંભળાવું; અને કલ્પવૃક્ષ પર રહેલી (એની) લતાની પેઠે દીન–અનાથ જનોના મનોરથ પૂરું. અંતઃકરણને વિષે પ્રમોદ પામતી નન્દાએ પોતાનો દોહદ પિતાને સંભળાવ્યો; કારણ કે ન કહી શકાય એવું હોય તે પણ ગુરુજનને અવશ્ય કહેવું જોઈએ, તો આવી વાત કહેવી એમાં શું ? નન્દાનો દોહદ સમજીને ભદ્રશ્રેષ્ઠિને હર્ષ થયો કે “નિશ્ચયે એના ગર્ભને વિષે કોઈ ઉત્તમ જીવ છે; કારણકે ઉદરને વિષે જેવું ભોજન હોય છે તેવો જ ઉદ્ગાર આવે છે. માટે હું ત્વરાએ પુત્રીના દોહદ પૂર્ણ કરું; કેમકે દોહદ પૂર્યા વિના તરૂ પણ ફળતા નથી.
૧. મોટો માણસ પાસે હોય ત્યારે સામું માણસ થંભાઈ જાય છે; તેમ નન્દાની પાસે (ગર્ભમાં) મહાપુરુષ હોવાથી જાણે મંદગતિ થઈ. ૨. દક્ષિણ અંગ ભારે હોય છે તો ગર્ભમાં પુત્ર, અને વામ અંગ ભારે હોય છે તો, પુત્રી હોય છે એમ કહે છે.
૩. ગુણવાનું. (અહીં) ગર્ભ. ૪. ગુણ. (અહીં) લાજ. ૫. દોહદ ગર્ભવતી સ્ત્રીની ઈચ્છા.
૬. કવિઓ કહે છે કે તારૂઓને પણ કળિઓ ફુટવાને સમયે દોહદ થાય છે; જેમકે અશોકવૃક્ષ યુવાન સ્ત્રી ચરણ પ્રહાર કરે છે ત્યારે પુષ્પ ધારણ કરે છે, બકુલ વૃક્ષ એના મુખથકી મદિરાનો છંટકાવ પામે છે ત્યારે વિકસ્વર થાય છે; પ્રિયંગુ એના શરીરના સ્પર્શથી-ઈત્યાદિ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૩૩
Page #49
--------------------------------------------------------------------------
________________
આમ વિચાર કરીને નન્દાનો પિતા રત્નોનો થાળ ભરીને રાજા પાસે ગયો; કારણ કે અન્ય વખતે પણ રાજાની પાસે રિક્ત હસ્તે જવું કહ્યું નથી તો આવે વખતે તો કહેવું જ શું ? ભેટ મૂકીને ચતુર શ્રેષ્ઠિએ. અંજલિ જોડી નમન કરીને વિજ્ઞાપના કરી કે “હે દેવ ! એક મહીપતિની પત્નીની પેઠે, મારી પુત્રીને હસ્તિપર બેસવા આદિનો મનોરથ થયો છે; આપના પ્રસાદે મેં લક્ષ્મી તો ઉપાર્જન કરી છે, પણ નિભંગીની પેઠે અમારા જેવા વણિકજનને એવો મનોરથ પૂરવાનું સામર્થ્ય ક્યાંથી હોય ? માટે હે સ્વામી ! કૃપા કરીને સેવકને હસ્તિ પ્રમુખ આપો; કેમકે આશ્રિતવર્ગ પર સ્વામી વત્સલભાવ રાખે જ છે.” પછી રાજાએ શેઠે ધરેલા ભેટના થાળમાંથી શેષ માત્ર લીધી; કારણ કે કીર્તિરૂપી સ્ત્રીને વિષે લુબ્ધ એવા રાજાઓને નિસ્પૃહતા જ પ્રિય હોય છે. એણે હર્ષ સહિત શેઠને કહ્યું- વણિક શિરોમણિ ભદ્રશેઠ ! મારે તારા કરતાં કંઈ પણ અધિક નથી; મારું ધન તે તારું જ છે, મારી જે જે વસ્તુઓપાણીદાર મુક્તાફળો, આભૂષણો પ્રમુખ તારા ઉપયોગમાં આવી શોભાભૂતા થતી હોય તેને કૃતકૃત્ય જાણવીઃ અથવા તો અહીં સર્વ તારું જ છે; એનો તું યથેચ્છ ઉપયોગ કર. અમે તો કોટવાળની પેઠે આ વસ્તુઓની કેવળ ચોકી કરવાવાળા છીએ. શેઠે કહ્યું-સ્વામી ! આપ મહારાજા કહો છો તે યથાર્થ જ છે કારણ કે કલ્પવૃક્ષ પણ કદાપિ પોતાને માટે ફળા ધારણ કરતું નથી. આપના પ્રસાદથી આજે મારું મનોરાજ્ય પૂર્ણ થયું છે; કારણ કે રત્નાકરનો સેવક કદિ મણિ વિનાનો રહે ? પછી રાજાએ. શેઠને પોતાને હાથે તાંબૂલ આપ્યુંઃ ખરેખર ! મનના ગૌરવ સહિત અપાયા એજ આપ્યું ગણાય છે.
રાજાએ તુરત પોતાના અધિકારી વર્ગને “તમે આદર સહિત શેઠને શોભા આપો” એમ આજ્ઞા કરી એટલે શેઠ “આપની મહા કુપા થઈ એમ કહી નમન કરી રાજાના પ્રતિબિમ્બો હોય નહીં એવા અધિકારીઓને સાથે લઈ ઘેર ગયો. ત્યાં એમણે છત્ર પ્રમુખને ક્ષણ માત્રમાં યોગ્ય યોગ્ય સ્થાને ગોઠવી દીધાં. સોનું અને વળી સુગંધી એનો કોણ ન આદર
૧. રાજાઓ યશના જ ભુખ્યા હોય છે એમ કહે છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૩૪
Page #50
--------------------------------------------------------------------------
________________
કરે ? હસ્તિપર બેઠેલી નન્દા, શૈશવાવસ્થામાં રમતી વખતે, ઉસહોદર એવા ઐરાવત પર બેઠેલી લક્ષ્મી જેવી શોભવા લાગી. એના મસ્તક પર રહેલું છત્ર, ઐરાવણ અને લક્ષ્મીને સહોદરની ભ્રાન્તિથી મળવા આવેલું ચંદ્રબિમ્બ હોય નહીં એવું શોભવા લાગ્યું. એને વીંજાતા શ્વેત ચામરો છત્રરૂપી ચંદ્રમાના કિરણોનો સમૂહ હોય નહીં એવા વિરાજવા લાગ્યા. માથે શ્વેત મેઘ આવી રહ્યો હોય એવા ગિરિવર ઉપર એક સુવર્ણની કમલિનીને, ઘડીમાં આવતા ને ઘડીમાં પાછા ઊડી જતા એવા કલહંસવાળું કમળ હોય, તો તે કમળની, હસ્તિ પર બેઠેલી અને શ્વેત છત્રને ધારણ કરતી નન્દાના-હાલતા ચામરથી વીંજાતા-મુખને ઉપમા આપી શકાય. પછી સુંદર વસ્ત્રાભરણથી વિભૂષિત એવી નન્દાએ વિરતિની પેઠે સર્વ જતુઓને અભય આપી, ચિત્તામણિની પેઠે અનાથદીન-પંગુ-અબ્ધ-વ્યાધિગ્રસ્ત આદિના મનોરથોને પૂર્ણ કરી ચૌટા-ચોક વગેરેમાં ફરી, મેઘ-માળાની જેમ દાન આપીને લોકોને શાન કર્યા.
આ પ્રમાણે ભદ્રશેઠે નન્દાના મનોરથ પૂર્ણ કર્યા. દક્ષિણ કર ઉદાર થયે છતે કયા કાર્ય સિદ્ધ નથી થતાં ?
પછી ગૂઢગર્ભા નન્દા પોતાના મનોરથ પૂર્ણ થયે, દુર્વહ એવા ગર્ભભારને, પૃથિવી અમૂલ્ય નિધાનને ધારણ કરે તેમ, આનન્દ સહિત વહન કરવા લાગી. પોતાના આત્માની પેઠે અત્યંત સુખમાં ગર્ભને પાલન કરતાં નવ માસને સાડાઆઠ દિવસ વ્યતિક્રખ્યા, તે વખતે દિશાઓ નિર્મળા થયે છતે, અગ્નિ પવિત્ર થયે છતે, મહીતળ પુષ્કળ ધાન્યસમૃદ્ધિથી ઢંકાઈ ગયે છતે, જ્યારે સર્વ ઉત્તમ ગ્રહો કેન્દ્રાદિ સ્થાનમાં હતા અને ગુરુ મુખસ્થાનને વિષે હતો ત્યારે, ઉભયકુળને લાભપ્રદ ઉત્તમ સમયે, પરમ ઉત્કૃષ્ટ વૈભવની વચ્ચે, પૂર્વદિશા રવિમંડળને પ્રસવે તેમ, નન્દાએ, અતિ સુખશાન્તિથી, પ્રસરતી કાન્તિવાળા પુત્રને જન્મ આપ્યો.
૧. ઐરાવત, લક્ષ્મી, ચંદ્ર, ઈત્યાદિ ચૌદ રત્નો સમુદ્રમાંથી નીકળ્યાં કહેવાય છે, માટે એમનું એકજ ઉત્પત્તિ સ્થાન એથી એઓ સહોદર કહેવાય.
૨. સર્વ સાવધથી વિરમેલા-સર્વ નિબ્ધ વ્યાપાર ત્યજેલા-સાધુ મુનિ. ૩. અર્થાત, દાન આપવાથી, આપનારો હાથ એ દક્ષિણ હાથ છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૩૫
Page #51
--------------------------------------------------------------------------
________________
તે વખતે, અત્યંત પરિશ્રમને લીધે સરી જતી નીવીને વામ હસ્ત વડે ગ્રહણ કરી રાખતી, ઊતરી જતા ઉત્તરીય વસ્ત્રને દક્ષિણ હસ્તવડે મસ્તક પર લઈ લેતી, ક્રીડારથને જોતરેલા બળદની પેઠે અતિશય હાંફતી, અને નિતમ્બ તથા વૃક્ષોજના ભારને લીધે પદે પદે સ્ખલના પામતી પ્રિયંકરા નામની દાસી શીઘ્ર શ્રેષ્ઠીની પાસે પહોંચી; અથવા લાભ થતો હોય તો કોણ ત્વરા નથી કરતું ? શ્રેષ્ઠીની પાસે જઈ એણે વધામણી આપી કે, “હે તાત ! આપની પુત્રી નન્દાને દેવકુમાર તુલ્ય પુત્રનો પ્રસવ થયો છે.” એ સાંભળીને શેઠે એને પોતે પહેરેલાં મુદ્રિકા આદિ તથા એક સુવર્ણની જીવ્હિકા આપ્યાં; કારણ કે ઉદાર પુરુષો પ્રિયભાષણ કરનારને શું નથી આપતાં; વળી હર્ષને લીધે શેઠે એને દાસપણામાંથી પણ મુક્ત કરી; અથવા તો પુણ્યવંત પુરુષોનો જન્મ કોના અભ્યુદયને માટે નથી થતો ?
પછી આ બાળક અગ્રેસર થઈને ધર્મધુરાને ધારણ કરશે તથા દુષ્કર્મરૂપી ધાન્યોને ચૂર્ણ કરી નાંખશે એમ સૂચવનારા, ખડીથી ચિત્રેલા, જયસ્તંભ અને મુશલ, સૂતિકાગૃહના દ્વારની દક્ષિણ અને વામ બાજુએ મૂકવામાં આવ્યા. બન્ધુઓ ઘરે નાના પ્રકારના તોરણ બાંધી સુંદર વસ્ત્રાભરણ પહેરવા લાગ્યા. વાજિંત્રોના નાદ થવા લાગ્યા; સૌભાગ્યવંતી સ્ત્રીઓ નૃત્ય કરવા લાગી, ગવૈયા ગીત ગાવા લાગ્યા, અક્ષતના પાત્રો આવવા લાગ્યા અને ગોળધાણા વહેંચાવા લાગ્યા. સુંદરીઓ પોતાનાં ગૌરવર્ણા મુખ સુવર્ણવર્ણા કરવા લાગી; અને ભાલને વિષે સાક્ષાત્ રાગ હોય નહીં એવા કુંકુમના સ્તબંકો' કરવા લાગી. વળી આ બાળકની પાસે, માંગલિકને અર્થે લાલ કસુંબાવાળું અને આમ્રવૃક્ષના પત્રોએ યુક્ત એવું દર્પણ ધરવામાં આવ્યું તે જાણે, મસ્તકે લાલ કપડું બાંધીને પોતાનાભ્રાતા કલ્પવૃક્ષના અંગજ એવા પત્રો સહિત ચંદ્રમા, બૃહસ્પતિને પણ જીતનારા એવા આ બાળકની પાસે વિદ્યા શીખવા આવેલો હોય નહીં શું ?
૧. જીભ. જીભવતી હર્ષના સમાચાર આપ્યા માટે સુવર્ણની બનાવેલી જીભ (એટલે જીભના ઘાટનો સુવર્ણના પત્રાનો કટકો) આપ્યો.
૨. રાગ (૧) સ્નેહ. (૨) રંગ. ૩. આડ; પીળ. છૂંદણા (?)
૩૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #52
--------------------------------------------------------------------------
________________
એમ દેખાવા લાગ્યું.
એવામાં એક મોટા શિષ્યના હાથમાં, જગત્ની મંદતાનું ઉન્મૂલન કરવાને જાણે હાથ ઊંચો કરેલો હોય નહીં એવો, એક દંડ આપી, મૂળાક્ષરોનો પાઠ કરતા નિશાળીઆઓને સાથે લઈ, ઉપાધ્યાયો ભદ્રશેઠને ઘેર આવવા લાગ્યા; તે જાણે બાળક-અભયકુમારની સજ્બુદ્ધિનું સેવન કરવાને અર્થે હોય નહીં ! એ ઉપાધ્યાયોનો, શેઠે પણ વસ્ત્ર તાંબૂલ આદિથી સત્કાર કર્યો; તે જાણે કુમારને ભણાવવાને માટે આગળથી એમની નિમણૂંક કરી હોય નહીં ! પછી શેઠે નિશાળીઆઓનાં મસ્તક ધોવરાવ્યાં અને ગોળ વહેંચ્યો; તે જાણે એટલા માટે કે એ મૂળાક્ષરો બોલતા એ વિદ્યાર્થીઓ એ થકી મધુર અને સ્નિગ્ધ થાય. વળી ભાણેજના જન્મનો શેઠે વર્ધનક પણ કર્યો; પણ આમ-વૃદ્ધિને વિષે વળી વર્ધનકઃએ ખરેખર આશ્ચર્ય થયું.
જન્મને ત્રીજે દિવસે બાળકને ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવ્યાં તે એટલા માટે કે સૌમ્ય અને દિપ્ત એવા એ બાળને જોઈ એઓ પણ ગર્વરહિત થાય." છà દિવસે એના સ્વજનોએ ધર્મ જાગરણ કર્યું એ એમ બતાવવાને કે એમ કરવાથી એ બાળક નિત્ય જાગ્રત રહેશે. વળી એમણે દશમે દિવસે સુતક શુદ્ધિ કરી કારણ કે વિચક્ષણ જનો લોકધર્મની સ્થિતિને ઉલ્લંઘન કરતા નથી. બારમે દિવસે સર્વ બાંધવોને એકઠા કરીને વિવિધ પ્રકારના ઉત્તમ ભોજન જમાડી તેમની સમક્ષ ભદ્રશ્રેષ્ઠિએ જેમ ગુરુ સર્વ સંઘની સમક્ષ શિષ્યનું નામ પાડે તેમ પોતાના દોહિતાનું નામ પાડ્યું
૧. લાલ વસ્ત્ર અને લીલા પત્રોએ યુક્ત એવું દર્પણ કહ્યું છે; તો ચંદ્રમા સાથે દર્પણનું સાદૃશ્ય લાવવા માટે ચંદ્રમામાં પણ એવા વિશેષણો જોઈએ; તેટલા માટે કવિએ ચંદ્રમાને “લાલ ફટકા યુક્ત” અને ‘(કલ્પવૃક્ષના) લીલા પત્રોની સંગાથે આવેલો” ચિતર્યો છે.
આ શબ્દના બે અર્થ થાય છે.
:
વૃદ્ધિને વિષે વૃદ્ધિ-એ આશ્ચર્ય.
૨. મહેતાજીઓ. ૩. જન્મ-મહોત્સવ. ૪. બીજો અર્થ ‘વૃદ્ધિ' છે. અહીં આ બીજો અર્થ લેવો ૫. ચંદ્રમામાં “સૌમ્ય” (શાન્તપણું) છે અને સૂર્યમાં “દીપ્તિ” (તેજસ્વીપણું) છે; એમ એ બંનેને પોતપોતાના ગુણોને લીધે ‘ગર્વ' થાય. પણ અભયમાં એ બેઉ ગુણો જોઈને એ ઉભય ગર્વ રહિત થાય.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
39
Page #53
--------------------------------------------------------------------------
________________
એ ગર્ભમાં હતો ત્યારે એની માતાને અભયદાન દેવાનો મનોરથ થયો હતો તેથી એનું અભયકુમાર એવું ગુણવાળું નામ થાઓ. નામ પાડીને ઘેર ઘેર કંસારની લાણી મોકલવામાં આવી; કારણ કે મુખ મીઠાં ના કરાવે તો એનું નામ પણ કોણ જાણે ?
હવે પાંચ ધાવમાતાઓથી પાલન કરાતો કુમાર, સમિતિએ કરીને શુદ્ધ એવા સાધુના ચારિત્રની પેઠે રાત્રિદિવસ વૃદ્ધિ પામવા લાગ્યો. લાલનપાલનમાં ઉછરતો એવો એ અભયકુમાર બાળક, જેમ ઉત્તમ રત્ના ચતુર ઝવેરીઓના હાથમાં ફરે તેમ એકબીજા બાધવોના હાથમાં ફરવા લાગ્યો. લોકો એ સ્વરૂપવાન્ કુમારના અંગે ચુંબન કરવા લાગ્યા તે જાણે એના શરીરના કુંદપુષ્પસમાન ઉજ્વળ ગુણોને ગ્રહણ કરવાની ઈચ્છાને લીધે જ હોય નહીં. શરીર અને કાન્તિએ સિતપક્ષના ચંદ્રમાની સમાન વૃદ્ધિ પામતો એ કુમાર પાંચ વર્ષનો થયો એટલે પોષમાસની ઉજ્વળ પંચમી ને ગુરવારને ઉત્તમ દિવસે એને એની માતાના પિતાએ નિશાળે. બેસાડ્યો. તે વખતે સ્વજનોએ, અભ્યાસ કરવાના મનવાળા એ અભયને, એની પાસે વ્રત કરાવતા હોય નહીં એમ, શ્વેતવસ્ત્ર પહેરાવ્યાં.
વળી એના છત્રાકાર મસ્તકની ઉપર શોભાને અર્થે કુસુમનો મુકુટ પહેરાવવામાં આવ્યો કારણ કે પુષ્પને હંમેશાં ઉચ્ચ જ સ્થાન મળે છે. એના કંઠપ્રદેશને વિષે પણ કુસુમની માળા રાખવામાં આવી, તે જાણે એના હૃદયમાં રહેલી ઉત્પત્તિકી પ્રમુખ બુદ્ધિઓની પૂજાને અર્થે જ હોય નહીં ! વળી સકળ વિશ્વના ભૂષણરૂપ એવા એ કુમારને આભૂષણ પણ પહેરાવવામાં આવ્યા; કારણ કે સુવર્ણની મુદ્રિકા હોય તેમાં પણ મણિ બેસાડે છે. પછી એને એક ઉત્તમ અશ્વ પર બેસાડવામાં આવ્યો પણ એમાં કાંઈપણ આશ્ચર્ય નહોતું કારણ કે થોડા સમયમાં તો એ હસ્તિ પર પણ બેસવાનો છે. વળી એના મસ્તક પર રમ્ય ને શોભાયમાન છત્ર પણ ધરવામાં આવ્યું તે જાણે પાદ વડે સ્પર્શ કરતા સૂર્યથી એને દૂષણ ન લાગે એટલા માટે જ હોય નહીં ? પછી બારે પ્રકારના
૧. વ્રતવાળા માણસો શ્વેત વસ્ત્રો ધારણ કરે છે એવો રિવાજ છે; કારણ કે શ્વેત સિવાયના બીજા વર્ણ ઈન્દ્રિયોને સતેજ કરવાવાળા છે, (જે વ્રતિને ન જોઈએ)
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૩૮
Page #54
--------------------------------------------------------------------------
________________
વાજિંત્રોના મંજુલ સ્વરની વચ્ચે, ગીત ગાતી સુંદર સ્ત્રીઓ સહિત અને એકત્ર થયેલા નિશાળીઆઓની સંગાથે, પ્રજ્ઞાવિશાળા ભવ્યપુરુષને શ્રી જિનાગમ પાસે લઈ જાય તેમ શ્રેષ્ઠ અભયને ઉપાધ્યાયને ઘેર લઈ
ચાલ્યા.
ત્યાં અભયે સરસ્વતી દેવીને ભક્તિ સહિત નૈવેદ્ય વડે પૂજીને નમન કર્યું; કારણ કે એની જ કૃપાથી શ્રુતસાગર તરી શકાય છે. પછી એ ઉપાધ્યાયની પૂજા કરી નમીને એમની પાસે બેઠો; કારણ કે એક પદ શીખવનાર ગુરુ પૂજવા યોગ્ય છે તો શાસ્ત્ર શીખવનાર હોય એમાં શું આશ્ચર્ય ? (શિષ્ય પાસે બેઠો એટલે) ગુરુએ પોતે એને મૂળાક્ષરોની વાચના આપી કારણ કે ગુરુનો હસ્ત પહેલ વહેલો કલ્પદ્રુમ જેવો છે. પછી નિશાળીઆઓને ખાવાની વસ્તુઓથી ભરેલા ખડીઆ પ્રમુખ આપ્યા; કારણ કે સર્વ કોઈ પોતપોતાના સ્થાનને ઈચ્છે છે.
આ પ્રમાણે જેનું નિશાળગરણું કરવામાં આવ્યું એવો શ્રેણિકપુત્ર અભયકુમાર, શય્યામાંથી ઊઠીને, નાનું બાળક માતા પાસે જાય તેમ, નિશાળે જવા લાગ્યો. વિનયી, રસિક અને બુદ્ધિવંત એવો એ પ્રેરણા વિના જ શીખવા લાગ્યો, કારણ કે કળા પૂરવામાં મયૂરને બીજાના ઉપદેશની જરૂર પડતી નથી. પછી તે એકસરખા, ભરેલા, ગોળ અને છૂટા છૂટા અક્ષરો પાટી પર પોતાને હાથે લખવા મંડ્યો.
વળી અનધ્યાયને દિવસે તે કોઈ વખતે વેષ કાઢવાની, તો કોઈ વખતે ગેડીદડાની, એક વાર ચોપાટની તો બીજી વાર ઘોડા-ઘોડાની, આજે એક પગે ચાલવાની તો કાલે વર્તુળાકારે ફરવાની, કોઈ વખત ભમરડાની તો બીજી વખત કોડીઓની-એવી એવી રમતો પોતાના સમાન વયના નિશાળીઆઓની સાથે રમવા લાગ્યોઃ અહો બાળકોનો સ્વભાવ કેવો દુરતિક્રમ છે ? આઠમે વર્ષે તો એણે, દર્પણ પદાર્થોને ગ્રહણ કરે તેમ, લેખનથી તે પક્ષીઓના રૂદન સમજવા સુધીની બ્યોતેરે કળા ગ્રહણ કરી લીધી.
એકદા અભયને કોઈ બાળક સાથે કલહ થયો; કારણ કે સોબત છે, તેજ પ્રાયઃ દ્વેષ કરાવનારી છે. પેલાએ કહ્યું-અભય ! તને પાંચ
૧. જુઓ, ઉપમિત ભવપ્રપંચ કથા. એમાં કહેલી અમુક વાતને ઉદ્દેશીને આ કહ્યું છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૩૯
Page #55
--------------------------------------------------------------------------
________________
આવડ્યા ત્યાં તો તું, અનાજના કણથી ઉંદરની જેમ, તું તને મોટો થઈ ગયો માને છે ! તું બુદ્ધિમાં બૃહસ્પતિ તુલ્ય છો તો, શિવના પિતાની જેમ તું તારા પિતાને પણ જાણતો નથી-એનું તું શું કહીશ ? અભયે. કહ્યું-ભાઈઓ ! મારા પિતા ભદ્રશ્રેષ્ઠી છે કે જેઓ સૂર્યની જેમ સકળા ભુવનને વિષે પ્રસિદ્ધ છે. એ સાંભળીને એક જણે કહ્યું-હે માતૃપૂત્રક ! એ તો તારી માતાના પિતા છે; પણ સત્ય છે–તું બાળક હોવાથી તારા માતામહને તારા પિતા સમજે છે. એમાં શું આશ્ચર્ય કે બાળકો કિંચિત પણ મુખ મીઠું કરાવે એમના જ થાય છે; જેમકે શ્વાન.
એ સાંભળીને સંશય ઉત્પન્ન થવાથી, અભયે જઈને માતાને પૂછ્યુંહે માતા ! મારા પિતા કોણ છે તે કહે. નન્દાએ ઉત્તર આપ્યો-જેમ બુધનો પિતા ચંદ્ર છે તેમ તારા પર વ્હાલ રાખનાર ભદ્રશ્રેષ્ઠી તારા પિતા છે. પણ વાચાળ અભય બોલી ઊઠ્યો-માતા ! એ તો તારા પિતા છે માટે ગુરુ શિષ્યને કહે તેમ, આ વાતનું તું મને રહસ્ય કહે. અથવા તો તેં આ બુધ અને ચંદ્રમાનું દષ્ટાન્ન આપ્યું તે સમાનતાને લીધે તું નિશ્ચયે આ વાતનું પ્રતિપાદન કરે જ છે; કારણ કે જીવ્યા છે તે સત્ય બોલનારી છે. માટે જેમ (પુત્ર-એવો) બુધ મંડળને વિષે રહે છે અને (પિતા-) ચંદ્રમા અન્ય દેશને વિષે ફર્યા કરે છે; તેમ હું આ ભદ્રશ્રેષ્ઠીના ઘરમાં છું, પણ મારા પિતા તો દેશાન્તરને વિષે છે. એ પછી નન્દાએ નેત્રમાં અશ્રુ સહિત ગદ્ગદ્ વાણીએ ઉત્તર આપ્યો-કોઈ
૧. આશ્ચર્ય છે કે ભદ્રેશ્રેષ્ઠી, લગ્ન સમયે પણ, નન્દાના પાણિગ્રહણ કરનારનું નામ ઠામ સુદ્ધાં જાણવાની તકલીફ લેતા નથી-એટલું જ નહિ પરંતુ જમાઈ થઈ પોતાના જ ઘરમાં રહીને નન્દાને ગર્ભવતી મૂકીને જાય છે ત્યારે પણ એને વિષે કંઈ પણ પૃચ્છા થઈ હોય એવું કવિ જણાવતા નથી. વળી જેમાં શું છે તે પત્ની જાણતી સુદ્ધાં નથી એવો એક કાગળનો કટકો આપી જતાં, પતિ જાણે પોતાનું સર્વસ્વ ગર્ભવતી પત્નીને આપીને સંતોષ પમાડી પોતાની ફરજ અદા કરી સંતોષ પામે છે; ત્યારે પત્ની, તે કાગળ મળ્યો એટલે બસ, બધું મળ્યું એમ સમજીને સંતોષ પામી રહે છે : ન પૂછ્યું નામ, ન પૂછ્યું ઠામ, નથી પૂછતી કે ક્યારે પાછા આવશો વગેરે ? વળી પોતાને સ્થાને ગયા પછી તો ગર્ભવતી સ્ત્રીને મૂકી આવેલાને એ વાત સ્મરણમાંથી જતી જ રહે છે; ક્યાં સુધી કે પુત્ર મોટો થઈ પોતાની પાસે આવે છે ત્યાંસુધી. કવિ આ વાતનો કોણ જાણે કેમ ઈશારો સરખો કરતા નથી ?
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
४०
Page #56
--------------------------------------------------------------------------
________________
સાક્ષાત્ દેવકુમાર જેવા દેશાન્તરથી અહીં આવ્યા હતા એમની સાથે મારાં લગ્ન થયાં; પણ કેટલોક કાળ વ્યતીત થયા પછી, તું ગર્ભને વિષે હતો તે વખતે કેટલાક ઊંટવાળા આવ્યા તેમની સાથે ગુપ્ત વાતચીત કરીને તારા પિતા તત્કાળ અહીંથી ગયા છે; કારણ કે નિર્ભાગી જનની પાસે ચિંતામણિ કેટલોક કાળ રહે ? આ સાંભળી અભયે પૂછ્યું-હે માતા ! મારા પિતા અહીંથી ગયા ત્યારે તને કંઈ નિધાન જેવું આપતા ગયા છે ? નંદાએ ઉત્તર આપ્યો-આ એક પત્ર આપતા ગયા છે પરંતુ હું એનો ભાવાર્થ જાણતી નથી; કારણ કે સ્ત્રીઓનો બુદ્ધિવૈભવ કેટલો હોય ?
એણે એમ કહી અભયના હાથમાં પત્ર આપ્યો; અભયે તે વાંચ્યો એટલે તુરત તેનો હાર્દ સમજી જઈને હર્ષ પામ્યો, ને માતાને કહેવા લાગ્યો-માતાજી ! મારી વધામણી છેઃ મારા પિતાજી રાજગૃહ નગરના રાજા છે. જો ! પાવુટ્ટી એટલે શ્વેત ભીંત, અર્થાત્ શ્વેત ભીંતવાળા મહેલ; અને ગોપાત્તા: એટલે પૃથિવીપાળ-રાજા; કારણ કે જો શબ્દ પૃથિવીવાચક છે. આ સાંભળીને નન્દા તો બહુ વિસ્મય પામી કે અહો ! આ નાનો બાળક છતાં એની બુદ્ધિ અસાધારણ છે. અથવા એવા પિતાના પુત્રને વિષે શું અસંભવિત છે ? શાળના બીજ થકી નિરંતર શાળાના અંકુર જ ઉત્પન્ન થાય છે.
પછી નીતિશાસ્ત્રને વિષે નિપુણ એવો અભય કહેવા લાગ્યો-હે માતાજી ! હવે આપણે આ સુંદર એવા પણ તારા પિતાના ઘરમાં રહેવું યુક્ત નથી. કારણ કે સ્ત્રીને, કુમારી હોય ત્યારે પિતા, યૌવનને વિષે સ્વામી, અને વૃદ્ધવયે પુત્ર પરમ શરણ છે. આમ છે માટે બીજી સ્ત્રીઓ સુદ્ધાં પિતાને ઘેર રહે નહીં, તો રાજાની સ્ત્રી તો શા માટે ત્યાં રહે ? શતમૂલ્ય મણિની રક્ષા કરવી જોઈએ તો લક્ષમૂલ્ય મણિની કરવી પડે એમાં તો કહેવું જ શું ? માટે મારા માતામહના ઘર થકી હવે આપણે મારા પિતાને ઘેર જવું જોઈએ. એ વાતની નન્દાએ હા કહી એટલે અભયે શ્રેષ્ઠી પાસે જઈ લલાટને વિષે અંજલિ રાખી નમન કરી વિજ્ઞાપના કરી કારણ કે વિનય તો કુલપરંપરાગત હોય છે-મારા પિતા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૪૧
Page #57
--------------------------------------------------------------------------
________________
તો રાજા છે માટે અમને હવે એમને ત્યાં મોકલો; કારણ કે વલ્લભ એવો દોહિતા પણ મોસાળમાં રહેતો નથી. મોસાળ રહેનારાઓના પિતાનું નામ પણ જાય છે, તો એમ પિતાના નામનો નાશ કરનારા હલકા જનોનું જીવિત જ શા કામનું છે ? કારણ કે
उत्तमाः स्वगुणैः ख्याता मध्यमाश्च पितुर्गुणैः ।
अधमा मातुलैः ख्याताः श्वशुरै श्चाधमाधमाः ॥ વળી તતોડથમતી યા યે ક્યાતા મશિનીમુના
जामात्रा ये पुनः ख्याता स्तन्नामापि न गृह्यते ॥ ભદ્રશ્રેષ્ઠીને તો આવાં કર્ણભેદી વચનો શ્રવણ કરીને બહુ દુઃખ થયું; કારણ કે પ્રિયબધુનો વિયોગ સ્નેહીજન સહન કરી શકતા નથી. એમણે બંન્નેને મોકલવાની મહાપ્રયાસે હા કહી; કારણ કે માત્ર દૂધને છોડી દેતાં દુઃખ થાય છે તો સાથે વળી સાકરને કેમ ત્યજાય ?
પછી એમને મોકલવાને અર્થે ભદ્રશ્રેષ્ઠીએ બહુ ઉત્તમ પ્રકારની સામગ્રી તૈયાર કરવા માંડી; કારણ કે કંઈપણ દ્રવ્યાભરણ-વસ્ત્રાદિ લીધા વિના જનારી પુત્રી સાસરામાં આદરભાવ પામતી નથી. માતાએ પણ પુત્રીને શિખામણ દીધી કે-હે પુત્રી ! સાસરે જઈને તું સાસુની ભક્તિ કરજે, કારણ કે ત્યાં એ જ માતા તુલ્ય છે; સપત્નીની સાથે બહેનની જેમ વર્તજે, કારણ કે કલહ થવાથી આ ભવનો તેમજ આવતા ભવનો પણ નાશ થાય છે. વળી તારા પતિની તું દેવ તુલ્ય સેવા કરજે; કારણ કે નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે સ્ત્રીઓને પતિ એ જ ગુરુ છે. બીજું એ. કે એ તારા હાથમાં હશે તો બીજાઓ તારો પરાભવ નહીં કરી શકે; જો તીક્ષ્ણ એવા પણ તીર બખ્તરે કરીને યુક્ત એવા શરીર પર શું કરી શકે છે ?
કલ્યાણી નન્દાએ પણ આ પ્રમાણે માતપિતાએ આપેલી શિખામણ ગ્રહણ કરી; કારણ કે એ પોતાને ઈષ્ટ હતું અને વળી વૈધે બતાવ્યું. વળી અભયને પણ એમણે કહ્યું-તું નિરંતર તારા માતપિતાના વચનને અનુસરીને ચાલજે, કારણ કે એઓ તારા આ લોકના ગુરુ છે. વળી, હે વત્સ ! તારી પ્રજાનો તારા પર સ્નેહ થાય એમ વર્તજે. જો એમ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૪૨
Page #58
--------------------------------------------------------------------------
________________
કરીશ તો જ તારા પિતાની પેઠે તને પણ રાજ્ય મળશે. નિરંતર આનંદમાં મગ્ન એવો તું મારું ઘર ત્યજી જાય છે. તો હવે ચંદ્ર વિનાના આકાશની પેઠે તે કેમ શોભશે ? બંધુ વિનાના મારા જેવા અતિ નિર્ભાગીને હવે તારા વિયોગને લીધે દિશાઓ શૂન્ય લાગશે. વધારે શું કહું ? તારા પિતાને ઘેર જઈને અમને ભૂલી ન જતો પણ સંભારજે; કારણ કે સ્વર્ગ ગયેલાઓ પ્રાયઃ પાછળનાને સંભારતા નથી.
પછી અભયે કહ્યું- હે તાત ! સૂર્યના કિરણથી જેમ આકાશ, તેમ આપના જેવા મારા પૂજ્યપાદ પિતામહથી આ ઘર બહુ શોભે છે. આપના સર્વત્ર વ્યાપી રહેલા નિર્મળ ગુણો છતાં દિશાઓ કેવી રીતે શૂન્ય લાગશે? નિર્મળ ગુણવાળો પટ તો શૂન્ય નથી લાગતો. આપના ઉપકારો તો, સ્તંભને વિષે કોતરેલા અક્ષરોની પેઠે, મારા હૃદયને વિષે નિરંતર સ્થાપેલા. છે; છતાં જો હું આપનું વિસ્મરણ કરું તો હું કેવો કહેવાઉં ? વળી આપવડીલે મને જે, પિતાની ભક્તિ કરજે ઈત્યાદિ, આદેશ કર્યો તે હું નિરંતર પાળીશ કારણ કે એવો કોણ હોય કે જે છતે કાને કુંડળ ન પહેરે ?
પછી શ્રેષ્ઠીએ અભય સહિત નન્દાને પુષ્કળ વૈભવ સાથે વિદાય કરી; કારણ કે ગુણવાનું પ્રજાને કોણ અલ્પ આપવાની ઈચ્છા કરે ? જેમ સર્વ કર્મ ક્ષીણ થયે જીવ સ્વર્ગથી શિવલાસ પામે છે તેમ ગામનગર આદિ ઓળંગતા ઓળંગતા માતા અને પુત્ર રાજગૃહ નગરે પહોંચ્યા. ત્યાં અભયે માતાને પરિવાર સહિત ઉદ્યાનને વિષે રાખી ત્યાં તે જાણે ઋતુઓથી યુક્ત એવી સાક્ષાત વનદેવી હોય નહીં એમ શોભવા લાગી. પછી પોતે, માર્કંડ ઋષિ જેમ વિશ્વની સ્થિતિનું અવલોકન કરવાને હરિની કુક્ષિને વિષે પેઠા હતા તેમ, નગરવૃત્તાન્ત નિહાળવાને અંદર પ્રવેશ કર્યો. ત્યાં તેણે કથા કહેનારા વ્યાસની કથામાં જ હોય નહીં એમ ઘણા માણસોને એક સ્થળે એકઠા થયેલા જોયા. એટલે એણે ટોળામાંના એકને પૂછ્યું-આ બધા અહીં કેમ ભેગા થયા છે ? શું અહીં ગોળ વહેંચાય છે ? પેલાએ ઉત્તર આપ્યો-તું વત્સ ! ગોળને સારી રીતે ઓળખતો જણાય છે; પરંતુ અહીં તો એવું વહેંચાય છે કે જેની દેવતાઓ પણ ઈચ્છા કરે. કારણ કે વાત એમ બની છે કે
શ્રેણિકરાજાએ, વિદ્વત્તાવાળા પંડિતો શાસ્ત્રને પ્રાપ્ત કરે તેમાં અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૪૩
Page #59
--------------------------------------------------------------------------
________________
ચારસોને નવાણું મંત્રીઓ તો પ્રાપ્ત કર્યા છે; પણ એ હવે બૃહસ્પતિનો પણ પરાજય કરે એવા કોઈ શ્રેષ્ઠ નરને તેમનો અગ્રેસર સ્થાપવાને ઈચ્છે છે. એટલા માટે એવા નરવીરની પરીક્ષાને અર્થે રાજાએ પોતાની મદ્રિકાને, ભમિને વિષે નિધાનની પેઠે, અહીં એક શુષ્ક કૂવાને વિષે નાખી છે; અને પોતાના સેવકજનોને એવો આદેશ કર્યો છે કે જે વીરપુરુષ કૂવાના તટ પર રહીને જ, લોહચુંબકમણિ લોહને આકર્ષે તેમ, પોતાના હાથવતી એ અંગુઠીને ગ્રહણ કરશે એને હું એના એ બુદ્ધિકૌશલ્યને ખરીદનારી મુખ્ય અમાત્યની પદવી આપીશ, અર્ધરાજ્ય આપીશ અને વળી મારી પુત્રી પણ પરણાવીશ; અથવા તો એવા પુરુષરત્નને જેટલું આપીએ એટલું ઓછું છે.
આ સાંભળીને અભયને કૂતુહલ ઉત્પન્ન થયું તેથી તે, એક આખલો જેમ ગાયના વાડાને વિષે પ્રવેશ કરે તેમ એ માણસોના ટોળામાં પેઠો; ને કહેવા લાગ્યો-અરે ભાઈઓ ! તમે એ અંગુઠીને કેમ નથી લઈ લેતા ? એ કાર્ય અશક્ય નથી. તમે કેમ ચિંતામાં પડ્યા છો ? લોકોએ ઉત્તર આપ્યો-વત્સ ! અમે તો દર્પણને વિષે પ્રતિબિમ્બરૂપે રહેલા મુખની જેવી એ અંગુઠીને ગ્રહણ કરવાને અસમર્થ છીએ. એટલે અભયે. પૂછ્યું-કોઈ પરદેશી પણ એ લઈ શકે ખરો ? તેને ઉત્તર મળ્યો-ભાઈ ! એમાં શું ? ગાયો વાળે તે અર્જુન.૧ “અનેક દેશોમાં ફરેલા, વયોવૃદ્ધ, શાસ્ત્રપારંગત અને વળી પળી સુદ્ધાં આવેલા એવા અમારા જેવામાં પણ તે ગ્રહણ કરવાનું સામર્થ્ય નથી તો આ ઉત્કંઠાવાળો છતાં પણ લઘુ બાળક જેવો એ કેવી રીતે લઈ શકશે ? ઊંચે હોવાથી દુપ્રાપ્ય એવા ફળને વામન નર કેવી રીતે પહોંચી શકશે ? અથવા તો જેવું એના મુખનું તેજ છે એવી એનામાં કળા પણ હશે; કારણ કે ચંદ્રમાને વિષે પણ જે કાન્તિનો સમૂહ રહેલો છે એ એની કળાઓને લીધે જ છે.”
લોકો આ પ્રમાણે વિચાર કરે છે એવામાં તો અભયકુમારે સેવકો પાસે તાજું ગોમય મંગાવ્યું અને એ પેલી મુદ્રિકા પર ફેંક્યું, તેથી
૧. અત્યારે આપણામાં આને મળતી એવી કહેવત છે કે “ગાયો વાળે તે ગોવાળ.”
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
४४
Page #60
--------------------------------------------------------------------------
________________
સજ્જનને વિષે ઉપકારની જેમ, મુદ્રિકા ગોમયને વિષે ચોંટી ગઈ. પછી એ ગોમયને સૂકવી નાંખવાને માટે એક ઘાસનો પૂળો મંગાવી સળગાવીને માંહે નાંખ્યો; ખરું છે કે સમયે ઉષ્ણનો પણ ખપ પડે છે. પછી એણે પાસે રહેલા એક જળ ભરેલા કૂવામાંથી નીકવાટે જળ અણાવી આ ખાલી કૂવાને ભરાવી નખાવ્યો. એટલે, જેમાં સ્ત્રીના ચિત્તને રાજી કર્યાથી ગુહ્મવાત પણ તેના હૃદયમાંથી મુખ પાસે આવે છે તેમ પેલું સુકાઈ ગયેલું ગોમય કૂવામાં ઉપર તરી આવ્યું. તે અભયે લઈ તેમાંથી અંગુઠી કાઢી લીધી; તે જાણે અસાર થકી પણ સાર વસ્તુને ગ્રહણ કરી લેવી એ નીતિના સ્મરણ થકી જ હોય નહીં !
લોકો તો નેત્ર વિકાસી રહ્યા અને મસ્તક ધુણાવવા લાગ્યા. વળી એમનાં હૃદય પણ આલેખાઈ ગયાં; એઓ વિચારવા લાગ્યા-આપણા જેવા વયોવૃદ્ધથી પણ ન બની શક્યું એવું દુષ્કર કાર્ય, શૈશવાવસ્થાને વિષે ધનુષ્ય ચઢાવનાર રામની પેઠે આ નાના બાળકે કર્યું; અથવા તો લઘુ પણ સગુણી નર સર્વકાર્યને સાધે છે; કારણ કે એક દીપક છે તે પોતાની નાની શી શિખાથી આખા ઘરને શું નથી પ્રકાશિત કરતો ? નાનું સરખું વજ પણ પર્વતોને નથી ભેદી શકતું ? અડદના દાણા જેવડું ચિન્તારન પણ શું મનવાંછિત નથી પૂરતું ? વયે વૃદ્ધ પણ જ્ઞાન વિહીન એવા જનો જ કંઈ પણ પ્રાપ્ત કરી શકતા નથી; કારણ કે મોટા તો ડુંગરાઓ પણ છે.
લોકો આમ વિચારે છે એવામાં રાજસેવકો હર્ષમાં ને હર્ષમાં રાજા પાસે ગયા ને તેને વિજ્ઞાપના કરવા લાગ્યા...હે રાજન ! વનથકી વીર પુરુષની જેમ, કોઈ એક વિદેશી બાળ અહીં આવી ચઢ્યો છે તેણે, સર્પના દરમાંથી મણિ ગ્રહણ કરનાર સાહસિક નરની પેઠે, પોતાની બુદ્ધિના પ્રભાવે, લોકોની સમક્ષ મુદ્રિકાને બહાર કાઢી છે. એ સાંભળીને નરપતિએ એ બાળક (અભય)ને ત્વરાથી બોલાવી મંગાવ્યો; કારણ કે એવા નાના બાળવીરને જોયા વિના એક ક્ષણ જાય છે તે પણ પ્રહર જેવો લાગે છે. અભય પણ આવીને પરમ ભક્તિ સહિત પિતાને ચરણે નમ્યો; કારણ કે અવરજન પ્રતિ પણ વિવેક કરવાનું રાજપુત્રોને શિક્ષણ આપવામાં આવે છે. રાજાએ તેને પોતાના પુત્રની જેમ આલિંગન દીધું; અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૪૫
Page #61
--------------------------------------------------------------------------
________________
અથવા તો નેત્રો, જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેમ, નહીં જોયેલી એવી પણ પોતાની વસ્તુને ઓળખી કાઢે છે.
ઉદયાચળની ઉપર રહેલા ચંદ્રમાની સામે જો બુધનો ગ્રહ હોય તો તેની સિંહાસન પર બેઠેલા રાજાની સન્મુખ રહેલા અભયને ઉપમા આપી શકાય. પછી રાજાએ તેને પૂછ્યું-હે બુદ્ધિમાન ! તમે કયા સ્થાનને તમારી ગેરહાજરીથી, ચંદ્રમાએ ત્યજી દીધેલા આકાશદેશની દશાને પમાડ્યું છે ? એ સાંભળીને, મથન કરાતા સમુદ્રના જેવા ગંભીર નાદથી અભય બોલ્યો-હું વેણાતટથી આવ્યો છું; પણ આપે જે “ચંદ્રમાએ ત્યજી દીધેલ”-ઈત્યાદિ કહ્યું, એ કેવી રીતે ? કારણ કે હું અહીં આવ્યો છું છતાં એ નગર તો જેવું ને તેવું જ છે. રત્નાકરમાંથી એક શંખા ગયો તો તેથી તેનું શું ઘટી ગયું ? ખધોત એટલે પતંગીઆના જતા. રહેવાથી આકાશની શોભા કિંચિત્માત્ર ન્યૂન થતી નથી.
અહો ! શી આપના વચનની વિચિત્રતા છે ? આમ વિચાર કરતા શ્રેણિકરાજાએ તેને પૂછ્યું-હે ભદ્રમુખ ! તું ત્યાંના ભદ્રશ્રેષ્ઠીને ઓળખે છે ? કુમારે કહ્યું-હા, નાથ ! હું તેને સારી રીતે ઓળખું છું; કારણ કે આપની સંગાથે હમણાં થયો તેવો મારે એમની સાથે બહુ સમાગમ છે. અન્ય ભદ્રહસ્તિ જેવા એ ભદ્રશ્રેષ્ઠીનું કલ્યાણ થાઓ કે જેના કર થકી નિરંતર દાનનો ઝરો વહ્યા કહે છે. વળી રાજાએ પૂછ્યું-તેને નંદા નામની પુત્રી છે તે પૂર્વે ગર્ભવતી હતી તેને શું અવતર્યું ? તેના ઉત્તરમાં અભયે કહ્યું–મહારાજ ! કમલિની પાને જન્મ આપે તેમ એણે. એક પુત્રને જન્મ આપ્યો છે.” વળી “એનું કેવું રૂપ છે ? એના શા સામાચાર છે ? એ બાળકનું નામ શું ?”
આવા આવા પ્રશ્નોના ઉત્તર પણ અભયકુમારે સ્પષ્ટ રીતે આપ્યા. કે-હે ધરણીના ઈન્દ્ર ! શરીરે-રૂપે-આચરણે તથા વયે એ મારા જેવો. જ છે. વળી લોકોને આકૃતિએ આકૃતિએ ભેદ માલૂમ પડે છે; પણ
૧. અર્થાત, સિંહાસન પર બેઠેલા રાજાની સન્મુખ રહેલો અભયકુમાર, જાણે દયાચળ પર રહેલા ચંદ્રમાની સન્મુખ બુધનો ગ્રહ જ હોય નહીં!
૨. દાન(૧)(હસ્તિના સંબંધમાં) મદ; (૨) દાન આપવું તે, ૩. ધરણી=પૃથ્વી. ૪૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #62
--------------------------------------------------------------------------
________________
મારી અને તેની આકૃતિમાં તો તલ માત્રનો પણ તફાવત નથી. વળી હે રાજન ! રણક્ષેત્રને વિષે તમે તમારું તીક્ષ્ણ ખડ્ઝ ખેંચીને ઊભા રહો તે વખતે તમારો નિર્બળ શત્રુ કંઠને વિષે કુહાડો લઈને તમારી પાસે શું માગે છે ? રાજાએ ઉત્તર આપ્યો-અભય માગે. એટલે અભયે કહ્યું-ત્યારે તમે એજ એનું નામ છે એમ જાણજો. વળી તમને કહું છું કે કોઈ બે મિત્ર હોય તેમના તો ચિત્ત પણ વખતે જુદાં હોય; પણ મારું ને તેનું તો શરીર સુદ્ધાં એક છે.”
આવી એની વક્રોક્તિથી રાજાએ નિશ્ચય પર આવીને કહ્યું-ત્યારે એ નિ:સંશય તું જ છે; નહિંતો આમ કહે નહીં. એટલે લજ્જાથી નીચું જોઈ અભયે કહ્યું-આપ પૂજ્યપાદ કહો છો એ તેમજ છે.” એટલે તો મહીપાલ જાણે માત્મા હૈ નાયતે પુત્રઃ એ વાક્ય પ્રમાણે માત્મા અને પુત્ર નું ઐક્ય સૂચવતો હોય તેમ તેને દઢ આલિંગન દીધું; અને પર્વત જેમ પોતાની ગુફાને વિષે સિંહના બાળને રાખે તેમ તેણે લક્ષ્મીના રંગમંડપરૂપ પોતાના ઉસંગને વિષે તેને બેસાડ્યો. વળી તે તેનું મસ્તક પણ વારંવાર સુંઘવા લાગ્યો તે જાણે તેની સુગંધ પોતે લેવાને અથવા પોતાની તેને આપવાને ઈચ્છતો હોય એટલા માટે હોય નહીં શ્રેણિકરાજાએ વળી હર્ષના આંસુઓથી પોતાના અભય પુત્રને નવરાવી દીધો તે જાણે તેના શરીરરૂપી ક્ષેત્રને વિષે ઉત્પન્ન થયેલ બુદ્ધિના અંકુરોને છંટકાવ કરવાને અર્થે જ હોય નહીં ! હર્ષ પામેલા મહીપતિના ઉલ્લંગરૂપી આકાશને વિષે ચંદ્રમા સમાન, અને સૌંદર્ય વડે કામદેવ ઉપર પણ વિજય મેળવનાર એવા આ બાળક અભયકુમારે, ઈન્દ્રપુત્ર જયંત જેમ દેવસભાને વિષે આનંદ ફેલાવે તેમ રાજલોકને વિષે આનંદ આનંદ ફેલાવી દીધો.
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો
પહેલો સર્ગ સમાપ્ત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)
૪૭
Page #63
--------------------------------------------------------------------------
________________
સર્ગ બીજે
શ્રેણિકરાજા કુમારના પ્રત્યેક અંગે દષ્ટિ ફેરવતો મનથી ચિત્રાઈ, આલેખાઈ જતો, યોગીજન યોગ વડે પરમાત્માનું રૂપ દષ્ટિગોચર કરે તેમ, તેનું રૂપ નિહાળવા લાગ્યો :- અહો ! આના ચરણતલ રક્ત, મૃદુ, સ્નિગ્ધ અને અવક છે; તથા ચંદ્રમા-વ-આદિત્ય-શંખ-અંકુશપદ્મ-અશ્વ-દર્પણ અને હસ્તિના ચિન્હોથી યુક્ત છે; આના રક્ત, તેજસ્વી, ગોળ, ઊંચા અને વિશાળ નખ જાણે દિશાઓના દર્પણ હોય નહીં એવા છે; ચરણ કાચબાની સમાન ઉન્નત, સ્નિગ્ધ, માંસલ, શ્લિષ્ટ, એક સરખા અને કમળ જેવા (કોમળ) છે; ગુલ્ફ ઉત્તમ મણિની સમાન નાના છે; જાનુ ગૂઢ છે અને જંઘા સરલ છે; આના મૃદુ અને વિશાળ ઉરૂ કદળી સ્તંભ જેવા ગૌરવર્ણા છે. કટિભાગ વિશાળ સુવર્ણના ફલક સમાન છે; નાભિ દક્ષિણ આવર્તવાળી અને ગંભીર કૂપની સદશ જ છે; ઉદર મૃગપતિ સિંહના જેવું છે; સત્વ સર્વ પ્રાણીઓને આશ્ચર્ય પમાડનારું છે.
આનું ઉર સ્થળ પ્રતોળી એટલે પોળના દ્વાર જેવું વિસ્તીર્ણ અને શ્રી કૃષ્ણવાસુદેવના ઉર:સ્થળની પેઠે કેશના ગુચ્છને ધારણ કરનારું છે; આનું પૃષ્ટ વિશાલ છે, તે રાજ્યની ચિંતાથી ખિન્ન થયેલા એવા મને જાણે પૃષ્ટપટ્ટ (સહાયક) જેવું લાગે છે; આના બાહુ સરલ અને જાનુપર્યન્ત દીર્ઘ છે તે જાણે પૃથ્વીને અને આકાશ (સ્વર્ગ) ને ગ્રહણ કરવાને ઈચ્છતા હોય નહીં ! આના હસ્ત કઠિન છે, તથા કમળોના મર્દનથી જ હોય નહીં એમ રક્તવર્ણા અને ઉત્તમ રેખાવાળા છે. આના સ્કંધ સામ્રાજ્યની અને મંત્રીપણાની ધુરાને વહન કરવાને વૃષભના સ્કંધ જેવા (બલિષ્ટ) છે. આના કંઠ ઉપર કંબૂની પેઠે ત્રણ રેખાઓ છે તેથી કંઠના ચાર વિભાગ જણાય છે તે જાણે ચાર વિદ્યાઓને સુખે કરીને રહેવાને માટે જ હોય નહીં! બિંબફળ સમાન કાન્તિવાળા આના ઓઠ જાણે નગરજનોનો સાક્ષાત અનુરાગ હોય નહીં (એવા શોભે છે) ! આના શ્વેત અને દેઢ એવા બત્રીશે દાંત જાણે પુરુષના (બત્રીશે)
૧. પુંઠું. ૨. શંખ.
૪૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) .
Page #64
--------------------------------------------------------------------------
________________
લક્ષણો હોય નહીં એવા છે.
આની જિલ્ડા કંઈક રક્તવર્ણી અને સ્પષ્ટ છે; કમળસમાન કાંતિવાળું તાળુ શૂરાતનને સૂચવનારું છે; કપોળયુગળ, જાણે મૃદુવાણી અને લક્ષ્મીને સુખે વિશ્રામ લેવાને ઓશીકાં જ હોય નહીં એવા છે. આની નાસિકા દીર્ઘ, ઊંચી અને સરલ છે તે જાણે બુદ્ધિના વિજયથી પ્રાપ્ત થયેલી કીર્તિની યષ્ટિ હોય નહીં ! આનાં નીલવર્ણા કમળ-પુષ્પ જેવાં નેત્રો જાણે બંને લોકને જોવાથી જ હોય નહીં એમ પ્રફુલ્લિતા થયેલાં છે. વળી આની ભ્રકુટી, પુણ્યરૂપી કણના સમૂહથી પૂર્ણ એવા ક્ષેત્રને વિષે પાપરૂપી કાક-પક્ષીઓનો નિષેધ કરવાને, સુંદર નાસિકારૂપી વંશની ઉપર, ભાલની ઉર્ધ્વ રેખાના મિષથી, ખેંચાતી છે પણછ જેની એવું, શરયુક્ત ધનુષ્ય હોય નહીં શું એવી શોભે છે ! આના દોલાની સમાન આકૃતિવાળા, રચનાવિશેષને લીધે રમ્ય તથા સ્કંધ પર્યન્ત આવીને વિશ્રાન્ત થયેલા કર્ણ, જાણે બુદ્ધિના, ત્યાં આવીને ક્રીડા કરી રહેલા વિમર્શ અને પ્રકર્ષ નામના ભ્રાતૃસુત (ભત્રીજા) હોય નહીં એવા છે !
વળી આનાં નેત્રો છે તે તો જાણે કમળ જ છે; મુખ જાણે નવીન ચંદ્રમા છે; અને સ્નિગ્ધ અંજન સમાન શ્યામ એવા કેશ છે તે તો જાણે સ્ત્રીઓનાં મનને બાંધી લેવાને પાશ સમાન છે. આના મસ્તક પર વાળના ગુચ્છ દક્ષિણ દિશા તરફ વળેલા છે એ પણ એને અનુકૂળ છે, પણ એમાં કંઈ આશ્ચર્ય નથી કારણ કે દક્ષિણ એટલે દક્ષ જનોને આખી પૃથ્વી દક્ષિણ એટલે અનુકૂળ જ હોય છે. એણે ગતિથી રાજહંસોને જીતી લીધાં છે તો એ મંત્રશક્તિથી પણ રાજહંસોને જીતી લેશે એમાં કંઈ આશ્ચર્ય નથી. વળી આ બુદ્ધિમાન કુમારે પોતાના સ્વરથી, જળભર્યા ભાદ્રપદના મેઘને જીતી લીધો છે એ પણ યુક્ત જ છે. વળી આ જે ઊંચી પદવીની ઈચ્છા રાખે છે તે નિશ્ચયે ઉર્ધ્વદર્શી છે અથવા તો એનું જે જે અંગ હું જોઉં છું તે તે મને સુંદર અને લોકોત્તર લાગે છે. શું વિધાતાએ સામુદ્રિક શાસ્ત્ર જોઈને એમાં કહેલાં લક્ષણોએ
૧. લાકડી. ૨. હિંચકો. ૩. એ નામના પક્ષીઓ. ૪. ઉત્તમ રાજા. ૫. એ મેઘનો સ્વર ગંભીર છે; પણ આ કુમારનો તો એથી વધારે ગંભીર છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૪૯
Page #65
--------------------------------------------------------------------------
________________
યુક્ત આને સર્જ્યો છે ? અથવા તો આને જ જોઈને એનો સાર જાણી લઈ પછી સામુદ્રિક શાસ્ત્ર રચ્યું હશે ?”
આ પ્રમાણે હર્ષસહિત કુમારના અંગોનું નિરૂપણ કરી, રાજાએ એને પૂછ્યું-મ -મારા કુળરૂપી આકાશના સૂર્ય, હાલ તારી માતા ક્યાં છે ? અભયે ઉત્તર આપ્યો-હે તાત ! આપના અગણિતગુણયુક્ત ચરણકમળનું હંસીને પેઠે નિત્ય સ્મરણ કરતી મારી માતા નગરની બહાર ઉદ્યાનમાં છે. આ સાંભળીને રાજાએ, કુમારને આગળ રાખીને નન્દાને નગરને વિષે પ્રવેશ કરાવવાનો સેવકજનોને આદેશ કર્યો; અને પોતે પણ પાછળ ગયો; કારણ કે રાગી પુરુષ શું નથી કરતો ? પછી પવિત્ર શીલના પાત્રરૂપ એવી નન્દા હર્ષમાં અંગ પર ઉત્તમ વસ્ત્રાભૂષણ સજવા લાગી પણ એને અભયે વારી (અહો ! માતાને પુત્રનાં શિક્ષાવચન પણ સારા માટે છે); કારણ કે પતિ પરદેશ હોય ત્યારે સ્ત્રીઓએ એવાં વસ્ત્રાભરણ ધારણ કરવાં યોગ્ય નથી. સૂર્ય અન્ય દ્વિપમાં હોય ત્યારે કમલિની પણ વિકસ્વર થતી નથી. એટલે વિચારને વિષે બન્ધુ સમાન એવા પુત્રનાં વચન સાંભળીને નન્દા પૂર્વના જ વેષમાં રહી : કારણ કે ડાહ્યા માણસોએ બાળકોનાં પણ હિતકારક સાર વાક્ય ઔષધિની પેઠે અવશ્ય ગ્રહણ કરવાં યોગ્ય છે.
રાજાએ આવીને ઢીલાં પડી ગયેલા કંકણવાળી, નેત્રને વિષે અંજન વિનાની અને મલિન વસ્ત્રમાં રહેલી નન્દાને જોઈ તો એ એને અલ્પ જળમાં ઉગેલી એક કમળિની જેવી લાગી. એણે પછી નન્દાને કહ્યુંઅહો ! તારાં અંગ દુર્બળ થઈ ગયાં છે. અથવા તો એમાં કંઈ આશ્ચર્ય નથી કારણ કે સતીનું ચરિત્ર સાધ્વી જેવું હોય છે-એમ કહીને ચિંતાતુર નન્દાને યોગ્ય રીતે આનંદ આપવા લાગ્યો. પછી એણે હર્ષમાં દુકાને દુકાને કસુંબાની ધ્વજાઓથી અને રસ્તે રસ્તે ઉત્તમ તોરણો બંધાવીને નગર શણગારાવ્યું. આગળ પુત્ર ને પાછળ ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરીને સતી નન્દાએ હસ્તિ ઉપર બેસીને નગરને વિષે પ્રવેશ કર્યો; જયન્ત સહિત ઈન્દ્રાણી પ્રવેશ કરે તેમ.
તે વખતે વાયુને લીધે હાલતી ધ્વજાઓથી દુકાનોની પંક્તિઓ, પુત્ર સહિત પ્રવેશ કરતી નન્દાના જાણે લૂણ ઉતારતી હોય નહીં એમ દેખાવા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૫૦
Page #66
--------------------------------------------------------------------------
________________
લાગી; અને અત્યંત રૂપવતી નન્દાને અને એના પુત્રને જોઈને લોકોની દષ્ટિ જાણે થંભાઈ ગઈ હોય એમ નિશ્ચળ થઈ ગઈ. વળી કૌતુક જોવાને ઉત્સુક એવી સ્ત્રીઓને વિષે આવી આવી ચેષ્ટાઓ થઈ રહી. કોઈ એકાવળી હારને સ્થળે વિચિત્ર મણિ અને સુવર્ણની મેખલા પહેરવા લાગી અને કોઈ કુંડળની જગ્યાએ કંકણ પહેરવા લાગી. કોઈ સ્ત્રીઓએ બાજુબંધ પડતા મૂકીને ઉતાવળમાં ને ઉતાવળમાં હાથે નૂપુર પહેર્યા અને કોઈએ તો કુતૂહલ જોવાના આવેશમાં એકને બદલે બીજું વસ્ત્ર પહેરી લીધું. કોઈએ તો બિલાડીના બચ્ચાંને તો કોઈએ કપિલાસુત જેવા વાનરને અને કોઈએ તો વળી ભૂંડના બચ્ચાંને તેડી લીધું. તેથી સખી સખીઓમાં હસાહસ થઈ રહી કે અહો ! આતો નવાં નવાં બાળકો લાવી; કારણ કે સમાન વસ્તુઓને વિષે હંમેશાં ભૂલ થાય છે.
આ પ્રમાણે હસવા સરખા વેષની ચેષ્ટાઓ કરતી સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને રસ્તે રસ્તે ઊભી રહી નન્દાને અને એના પુત્રને જોઈ હર્ષ વડે કહેવા લાગી :- નિશ્ચયે આણે પૂર્વભવને વિષે સુપાત્રદાન દીધું હશે, નિષ્કલંક શીલ પાળ્યું હશે, દુષ્કર તપ કર્યું હશે અને ધર્મરૂપી પૃથ્વીને વિષે કુશળતારૂપી બીજ વાવ્યું હશે એને લીધે જ એ આવા ઉત્તમ પુત્રની જનની અને આવા શ્રેણિકનૃપ જેવા મહાન રાજાની સ્ત્રી થઈ છે. દેવાંગનાઓથી પણ અધિક એનું લાવણ્ય છે, અન્યજનોને વિષે ન જ હોય એવું એનું રૂપ છે અને સર્વ જગત્ કરતાં ઉત્કૃષ્ટ એનું ગાંભીર્ય છે કે જે એને સર્વાગે વ્યાપી રહ્યું છે. કાંચનની કાન્તિને હરી લેનારું એવું એનું ગૌર્ય છે; અંગની પ્રિયતાનું એકજ ધુર્ય એવું એનું માધુર્ય છે. વળી સર્વ લોકો એનું નામ જાણે છે–એને ઓળખે છે (એવું એનું આયનામકર્મ છે). આમ એક સ્ત્રીને વિષે જેજે આકર્ષણ કરનારા ગુણો જોઈએ તે આ (નન્દા)માં છે. વળી અહો ! આ સ્ત્રીજનને વિષે શિરોમણિ એવી નન્દાએ, વિદુરપર્વતની ભૂમિ વૈડુર્ય મણિને જન્મ આપે તેમ, આ દેવકુમાર તુલ્ય અને સગુણોના એકજ સ્થાનરૂપ પુત્રને જન્મ આપ્યો છે. આ શ્રેષ્ઠીપુત્રી સર્વ સૌભાગ્યવતી સ્ત્રીઓને વિષે શ્રેષ્ઠ છે. કારણ કે એને આવો ભૂપતિ પતિ મળ્યો છે; અને વળી રત્નોને પ્રસવનારી નારીઓને વિષે પણ એ મુખ્ય છે, કેમ કે આવો અભયકુમાર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
પ૧
Page #67
--------------------------------------------------------------------------
________________
જેવો એને પુત્ર થયો છે. જો વિધાતા પ્રસન્ન હોય તો જ આપણે આની સમાન થઈએ.
નગરની સ્ત્રીઓનો આવો આવો સંલાપ સાંભળતી (છતાં) અભિમાન રહિત એવી નન્દાને રાજાએ, નગરજનોના નાદ અને પ્રતિનાદથી પૂરાઈ ગયેલા દિગંતોની વચ્ચે, મોટા ઉત્સવ સહિત નગરને વિષે પ્રવેશ કરાવ્યો. એટલે એણે પુત્ર સહિત સાસુઓને મસ્તક નમાવીને પ્રણામ કર્યાનું કારણ કે ઉત્કૃષ્ટ લક્ષ્મીને વિષે લીન એવા પણ કુલીન જનો પોતાના માર્ગનું ઉલ્લંઘન કરતા નથી. સાસુઓએ બહુમાન સહિત આશિષ આપી કેહે વત્સ ! તું યાવચંદ્રદિવાકરી તારા ભર્તાના સૌભાગ્યરૂપ થા, સૌભાગ્યવતી રહે, પુત્રવતી થા અને વિજય પામ; અને વત્સ અભય ! તું પણ એક હસ્તિ પોતાના યૂથનું અધિપતિપણું પ્રાપ્ત કરે છે તેમ રાજ્યનું આધિપત્ય પામ અને ચિરંજીવી થા; સાથે વળી વૃદ્ધામાતાની એ પણ આશિષ છે કે સર્વ સમૃદ્ધિને વિષે તને સંતતિની પણ વૃદ્ધિ થાઓ.
પછી શ્રેણિક નૃપતિએ અનેક ગુણવતી નન્દાને પટ્ટરાણીને પદે સ્થાપી. આ પ્રમાણે રૂપવતી અને ઉત્તમ કુળને વિષે જન્મેલી નન્દા શ્રેણિકની મુખ્ય રાણી થઈ અને વીરપુરુષની માતા થઈ.
- શ્રેણિક નૃપતિને કોઈ વિદ્યાધરના નાયકની સાથે પરમ મિત્રતા હશે. પરંતુ એ, સિંહની સાથે શિયાળની મૈત્રી જેવું હતું; માટે એને દઢ કરવાને એણે પોતાની બહેન સુસેનાને એને વેરે પરણાવી. (કારણ કે વૃક્ષોની આદ્રતા પણ જળ આદિથી એની સેવા કર્યા સિવાય દીર્ઘકાળા પર્યન્ત ટકતી નથી.) પછી શ્રેણિકે પોતાના બનેવીને કહ્યું-મારી બહેન સુસેનાને તમે સારી પેઠે સાચવજો. સ્વપ્નને વિષે પણ એને દુભવશો નહીં. આ સુસેનાને તો, મેં તમારે વિષે ધારણ કરેલી સાક્ષાત મૈત્રી જ સમજજો. વિદ્યાધરે પણ એનાં વચન અંગીકાર કર્યા; કારણ કે સપુરુષોની મૈત્રી ઉભયપક્ષને શોભાવનારી હોય છે. પછી વિચિત્ર લીલા અને વિનયના એક ધામરૂપ એવી સુસેનાને વિદ્યાધર વિમાનમાં બેસાડીને પોતાને સ્થાને લઈ ગયો. ત્યાં સૌભાગ્ય, મિષ્ટવચન અને સુંદરરૂપ વગેરે ગુણોને લીધે એ એની માનીતી થઈ પડી; કારણ કે પુત્રીને વાસ્તે જમાઈને ઘણું કહેવામાં આવે છે; પણ એની પ્રાર્થના તો એના ગુણોને લીધે પર
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #68
--------------------------------------------------------------------------
________________
જ થાય છે”. પછી એણે બીજી સ્ત્રીઓમાં નહીં દેખાતા એવા એના ગુણોને લીધે હર્ષ પામી એને પટ્ટરાણી સ્થાપી; કારણ કે વિદ્વાન્ કૃતજ્ઞા પુરુષો નિરંતર ગુણોને અનુરૂપ જ પદવી આપે છે.
પતિની સાથે ધર્મ, અર્થ અને કામ સંબંધી વિષયોને અનુભવતી સુસેનાને કેટલેક કાળ, તલાવડીને વિષે કમલિની ઉત્પન્ન થાય તેમ, એક પુત્રી થઈ. પણ સુસેના પર પોતાના સ્વામીનો અત્યંત રાગ અંતઃપુરની બીજી રાણીઓ સહન કરી શકી નહીં. પણ તેથી તો ઉલટો આ રાજપુત્રીએ એને એવી રીતે રાખ્યો કે બીજી રાણીઓ એની સાથે ભાષણ સરખું ન કરી શકે. એટલે-હવે આપણે શું કરવું-એ વિચારમાં પડેલી એવી એ બીજીઓ બોલી-અહો ! આપણા જેવી આકાશગામી વિદ્યાધરોના વંશને વિષે જન્મ પામેલી સ્ત્રીઓનો એણે પરાભવ કર્યો છે; એ દીન કાગડી સરખીએ રાજહંસીના મસ્તક પર પગ મૂક્યો છે. ઉગ્રવિષવાળા સર્પને ગ્રહણ કરવાની ઈચ્છા સારી, પારકાના સ્થાનને વિષે નિરંતર ભિક્ષા પણ સારી, પોતાના કરતાં નીચ પુરુષોનો વચનપ્રહાર પણ સારો, અન્ન ને જળનાં સાસાં પણ સારા, વસ્ત્રાભૂષણ રહિત શરીર પણ સારું, અને ભયંકર અટવીને વિષે વાસ હોય તે પણ સારો; પણ સપત્ની-જે-શોક્ય–તેનાથી પરાભવ પામવો એ સારું નથી. માટે આ શોક્યરૂપી વ્યાધિનો, તે પુત્રજન્મરૂપે વૃદ્ધિ પામે તે અગાઉ, ઉચ્છેદ કરવો યોગ્ય છે. નહીં તો પાછળથી એ પ્રપ શબ્દની પેઠે અનેક યુક્તિઓ કરતાં છતાં પણ અસાધ્ય થશે; વૃક્ષ પણ જો એના મૂળ બહુ ઊંડા ગયા હોય તો ઉખેડી નાંખવું મુશ્કેલ પડે છે; બાહુલ્યપણાની સ્થિતિવાળી મોહનીય કર્મની ગ્રંથિને ભવ્યપુરુષો પણ ભેદી શકતા નથી.
૧. અર્થાત એનામાં ગુણ હોય તો જ એનો સ્વામી એના ગુણથી આકર્ષાઈ એની પ્રાર્થના કરતો આવે.
૨. વ્યાધિ. કહેવાની મતલબ એ છે કે સુસેનાને પુત્રપ્રાપ્તિ થાય એ પહેલાં એના પ્રાણ લેવા જોઈએ. ૩. સંસ્કૃતમાં ૩૫ શબ્દ છે તે અવ્યય હોવાથી એનાં રૂપ ન થાય એટલે એ “અસાધ્ય' કહેવાય છે.
૪. બીજાં બધાં કર્મોની સ્થિતિથી મોહનીય કર્મની સ્થિતિ વધારે છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૫૩
Page #69
--------------------------------------------------------------------------
________________
આવો વિચાર કરીને એ બીજી રાણીઓએ સુસેનાને વિષ કે એવું કંઈ દઈને પ્રાણ લીધા અથવા કલહ એજ છે અગ્રેસર જેમાં એવા શોક્યના વેરને માટે શું શું કરવા યોગ્ય નથી ? આ શોક્યનું આવું વિષમ ચરિત્ર જોઈને વિદ્યાધરે વિચાર્યું કે કામાતુર પ્રાણીઓ અન્યભવનો વિચાર કર્યા વિના આવાં પાપાચરણ કરે છે કારણ કે મહામોહને વશ થઈને આ સ્ત્રીઓએ માતંગીની પેઠે નિર્દય કાર્ય કર્યું છે અથવા તો જે પ્રાણી કામદેવથી પરાભવ પામ્યો તે પ્રાણી સર્વથી પરાભવ પામ્યો સમજવો. હવે મારે સુસેનાની પુત્રીને રક્ષાને અર્થે શ્રેણિકને સોંપી દેવી યોગ્ય છે કારણ કે વિવેકશૂન્ય પ્રાણીઓ વૈરીની સંતતિ પર પણ વેર રાખે છે. આમ ધારીને એણે એ કન્યા શ્રેણિકને સોંપી, એમ કહીને કે, હે રાજન્ ! આ તારી ભાણેજનું કુશળપણે રક્ષણ કરજે.
શ્રેણિક નરપતિના મંદિરને વિષે રહેતી એ કન્યા મેરૂપર્વત ઉપરની કલ્પલતાની પેઠે વૃદ્ધિ પામવા લાગી એટલે રાજાએ વિચાર કર્યો-મારી પુત્રી તો અભયને કલ્પે નહીં માટે આ મારી બહેન સુસેનાની પુત્રી જે અકથ્ય રૂપગુણનો ભંડાર છે તેને એને વેરે આપું; કારણ કે અનુરૂપ સ્વરૂપવાન જોડાંનો વિવાહ યોજવાથી નિ:સંશય મારી કીર્તિ ગવાશે. એમ વિચારીને તેણે નિરંતર શાસ્ત્રના પરિચયવાળા જ્યોતિષીને વિવાહલગ્ન પૂછ્યો તો તેણે નિમેષમાત્ર વિચાર કરીને રાજાને કહ્યું :- રાજન્ ! આ વખતે ઉત્તમ વૃક્ષ લગ્ન છે, મૂર્તિને વિષે બૃહસ્પતિ બીજા સ્થાનમાં છે; અને સૂર્યપુત્ર રાહુ ત્રીજે છે; ચોથા સ્થાનને વિષે શુક્ર છે; મંગળ છઠ્ઠ સ્થાને છે અને બુધ દશમે સ્થાને છે; વળી સૂર્ય એકાદશ સ્થાને માટે એ સર્વ હર્ષ-સંપત્તિ-આરોગ્ય અને પુત્રવૃદ્ધિના કારણભૂત છે. એ સાંભળીને મહીપતિએ એ કુલગુરુનું વસ્ત્રાદિથી સન્માન કરી તેને વિસર્જન કર્યો; કારણ કે વિદ્યા-એ સર્વ કોઈને પૂજ્ય છે.
પછી નરપતિ શ્રેણિકના આદેશથી તેના પ્રધાનો વિવાહની સકળ સામગ્રી કરાવવામાં પડ્યા. ગ્રહોને લીંપાવીને ચુનાથી ધોળાવ્યાં; ને તેમનાં દ્વારે લીલા તોરણો અને નાના પ્રકારના ઉલ્લોચ બંધાવ્યા; ત્રિલોકને આશ્ચર્યકારી એવા ચિત્રો કલાવાન્ કારીગરો પાસે ચિત્રાવ્યાં અને અનેક ઉત્તમ વસ્ત્રો, તથા નાગવલ્લી સોપારી આદિ વસ્તુઓ ખરીદી. સોની અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૫૪
છે
Page #70
--------------------------------------------------------------------------
________________
લોકો ઉત્તમ મણિબદ્ધ સુવર્ણનાં આભૂષણો ઘડવા લાગ્યા; માળી લોકો સુગંધીપુષ્પોની માળા ગુંથવા લાગ્યા; અને નગરવાસીજનો પણ ઉત્તમ વસ્ત્રાભરણ સજવા લાગ્યા. વળી તેમને આમંત્રણ કરીને મંડપને વિષે ઉત્તમ આસનો પર બેસાડીને મોટા થાળો તેમને પીરસવામાં આવ્યા. તેમાં અખરોટ, ખજુર, નાળિયેર, આમ્રફળ, રાયણ, દાડિમ, જંબીર, રંભાફળ, નાગરંગ વગેરે ફળ; વાલુક, કુષ્માંડ, કપિથ્થ, સુંઠ, હરડે આદિના બનાવેલા પ્રલેહ; અનેક શાક, વડાં, નવાં આમ્રફળ તથા પરિપક્વ આંબલીની બનાવેલી ચટણીઓ; સુગંધી શાળનો બનાવેલો છૂતથી તૃપ્તા કરેલો અને સુવર્ણના જેવા વર્ણનો બિરંજ; અત્યંત સુવાસિત મોદક તથા ખાંડના ખાજાં, અને દુઃખ દૂર કરી સુખને આપનારી સુખડી; કપૂરની વાસવાળા વૃતથી પૂર્ણ એવા ઉત્તમ પુડલા; ગરમ દૂધની ક્ષીર અને સાથે મીઠી લાપસી; વળી સ્વાદિષ્ટ દહીં તથા દહીંના ઘોળ; વગેરે વગેરેથી તેમને તૃપ્ત કરી ચંદનના લેપ ચર્ચા તાંબૂલ આપવામાં આવ્યાં.
એ નાગરિક જનો પણ આવો આદર સત્કાર પામીને વિચારવા લાગ્યા કે-આપણા આ મહારાજાના મહેલમાં તો આપણને જાણે સદાયે પર્વ દિવસો જ વર્તાય છે. વળી ત્યાં તો અક્ષતનાં પાત્રો આવ્યાં; ઉત્તમ વસ્ત્રાભરણ સજીને નારીઓ નૃત્ય કરવા લાગી; અને મધુર કંઠવાળા ભાટ, ચારણ અને વામનજનો ઉત્તમ ગીત ગાવા લાગ્યા. વળી સેવકજનો અન્ય સર્વ કાર્યો સમાપ્ત કરીને ક્ષણવારમાં ઉત્તમ મંડપ રચવા લાગ્યા તેને વિષે આકાશમાંના મેઘ જેવા નાના પ્રકારના સુંદર ઉલ્લોચ બાંધી દીધા અને વચ્ચે મુક્તાફળની માળાઓ લટકાવી દીધી, તે જાણે મહીપતિની કીર્તિ ઊંચે (સ્વર્ગમાં) જવાને પ્રવૃત્ત થઈ હોય નહીં તેમ શોભવા લાગી. તેની ચારે બાજુએ મણિના સમૂહથી વિરાજિત એવાં તોરણો પણ બાંધી દીધાં; ખંભે ખંભે સુંદર વસ્ત્રાલંકારવાળી અને સ્વરૂપવાના પૂતળીઓ મૂકી દીધી, તે જાણે કદિ ન જોયેલો એવો પાણિગ્રહણનો પ્રસંગ નીરખવાને આકાશમાંથી દેવીઓ ઊતરી આવી હોય નહીં એવી શોભવા લાગી; આસપાસ વંદનમાળા એટલે તોરણોને સ્થળે નીલવર્ણના આમ્રતરૂના પત્રોની માળા ગોઠવી દીધી, તે જાણે મંડપને વિષે ગવાતાં ધવળમંગળનો અભ્યાસ કરવાને પોપટની પંક્તિઓ આવી હોય નહીં અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો).
પપ
Page #71
--------------------------------------------------------------------------
________________
એવી વિરાજી રહી.
મંદ-મંદ પવનથી હાલતી ધ્વજાઓ અને તે ઉપર રહેલી ઘુઘરીઓ અનુક્રમે વિવાહિની સ્ત્રીઓની ગેરહાજરીમાં જાણે હર્ષથી નૃત્ય કરતી હોય તથા ગીત ગાતી હોય તેમ જણાવા લાગી. વળી એ મહાન મંડપની ઉપર અત્યંત કાન્તિમાન્ સુવર્ણના કુંભો ચળકાટ મારવા લાગ્યા; કારણ કે વરવધુના પ્રવેશને સમયે શુભ શકુનને અર્થે એવા પૂર્ણ કુંભો મૂકવામાં આવે જ છે. પછી ઘાટા કુંકુમનો છંટકાવ કરીને ભૂમિ ઉપર પુષ્પો વેરવામાં આવ્યા, તેથી તે ભૂમિ જાણે અભયકુમારનો વિવાહ સાંભળીને હર્ષાશ્રુથી ભીંજાઈ ગઈ હોય નહીં અને રોમાંચથી પૂરાઈ ગઈ હોય નહીં એવી જણાવા લાગી. ચોતરફ લીલા વાંસ બાંધી લઈને, તેમની વચ્ચે અત્યંત ગોળ, ધવળ તથા સુંદર વેદીના કળશની ચાર હાર (ચોરી). ગોઠવવામાં આવી. (અહીં કળશની હારનો આશ્રય લઈને વાસ રહ્યા, તે ઉપર કવિ ઉભેક્ષા કરે છે કે) વૃત (સ્થિર) અને અવદાત (પવિત્ર, નિષ્કલંક) એવી વસ્તુનો કોણ ન આશ્રય લે ?
વળી ત્યાં સ્ત્રીઓ પણ આ અવસરે અત્યંત હર્ષમાં આવી જઈને પરસ્પર ઉત્સાહ વધારતી પોતપોતાના કાર્યને વિષે અતિત્વરા કરતી કહેવા લાગી-હે કપુરિ ! તું અહીં કપૂર લાવ; હે ચંદનિ ! તું ચંદન ઘસી કાઢ; હે ચટા ! તું મુકુટોને અહીં આગળ લાવ; હે પુષ્પદંતિ! તું પુષ્પની માળાઓ લઈ આવે; અલી સ્થિતિૉ ! જા, અપૂર્વ દુર્વાદધિના પિંડ સદેશ ચંદન-તથા અક્ષત એવા ચોખાને, વરને અર્ધ આપવાને માટે એક સુંદર અમૂલ્ય થાળને વિષે તૈયાર કરીને મૂક; અલી દક્ષે ! તું પણ જલદી ઉત્તમ કેસર અને કુંકુમ પુષ્કળ તૈયાર કર, કે જેથી સ્ત્રીઓના સીમંતદેશ (સેંથા) પાસે રમ્ય સ્તંબકો રચાય; બહેન ચતુરા ! જા તું પણ દ્વાર આગળ જાતિવંત મુક્તાફળોનો એક મનહર સાથીઓ રચી કાઢ; સખિ ગોમટે ! તેં વેદિમધ્યે ગોમયનો ગોમુખ બનાવીને તૈયાર રાખ્યો છે કે ? અલી આચારવિશે ! તેં વરને બેસવાની મંચિકા, અને ચરણને વિષે ધારણ કરવાની પાદુકા અહીં આણી રાખી કે ? તમે કોમળ કંઠને ધારણ કરનારી બહેનો, ચાલો ધવળમંગળ ગાઓ અને તમારી એ કળાને સફળ કરો; અલી વસ્તિનિ ! જા
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
પ૬
Page #72
--------------------------------------------------------------------------
________________
કસ્તુરી ઉતાર, કારણ કે બહેનના (કન્યાના) ઉજ્વળ કપોળસ્થળા પર, અશેષ વિશ્વજનના નેત્રને આકર્ષવાને યંત્ર સમાન એવી પત્રવલ્લી (પીળ) કાઢવી છે. અલી અલસાચંદ્રિ ! તું કેમ આમ દીન કૃપણ જેવી છે ? અલી પદ્મા ! હજુ તું પદ્મની પેઠે કેમ નિદ્રામાં છો ? અલી કપોલવાદિનિ ચપલા ! તું આજ તારું વિસ્તારવાળું ભાષણ પડતું મૂક; અલી ગૌરવર્ણી ગૌરી ! તું નિરાંતે પુનઃ પુનઃ શરીરને જળ વડે પ્રક્ષાલન કર્યા કરે છે તો તેમાં તને એટલી બધી વાર લાગી છે કે લગ્ન અવસર થઈ ગયો તેની પણ તને ખબર પડતી નથી.
આમ બોલીને સ્ત્રીજનો અતિ હર્ષ સહિત પરસ્પર ઉત્સાહ વધારતી બહુ ઝડપથી પોતપોતાનાં કાર્યો કરવા લાગી; કારણ કે એમને એકબીજાને કામ કરતી જોઈને બહુ આનંદ ઉપજે છે. તે વખતે મધુર કંઠવાળી સ્ત્રીઓ પૂરતાનમાં ધવળમંગળ ગાવા લાગી અને બીજી સન્નારીઓ સુસેનાની પુત્રીને પીઠિકા ઉપર બેસાડીને ઉત્તમ તેલ વડે અત્યંગ કરવા લાગી. પછી કોમળ હસ્તવાળી સ્ત્રીઓએ તેને સર્વાગે પીઠી ચોળી. ત્યાર પછી બીજી શેષ વિધિ કરવાને અર્થે તેને એકાત્તે લઈ જઈ એક ઊંચી માંચી આણી ચારે ખૂણે સુજ્ઞ સ્ત્રીઓએ રંગની પુડલીઓ મૂકી; અને કન્યાને હર્ષસહિત ઉત્તમ કસુંબાના વસ્ત્ર પહેરાવ્યાં. પછી રતિ અને પ્રીતિના જેવી રૂપવતી એ વિદ્યાધરપુત્રીને એ માંચી ઉપર બેસાડી ઉત્તમ વસ્ત્રવાળી સૌભાગ્યવતી સ્ત્રીઓએ તર્જની વડે તિલક કર્યા. પછી તરાકના કાંતેલા, કસુંબા જેવા લાલ સૂત્રનો તેના દક્ષિણ અને વામ જાનુએ સ્પર્શ કરાવ્યો; એ પ્રમાણે તેને વર્ણકમાં નાંખી, ને પછી તેની ઉદ્ધવર્ણક કરવા માંડી તે આ પ્રમાણે :
તેને સ્નાન કરવાના આસન ઉપર બેસારીને સુવર્ણના કુંભમાંથી જળસ્નાન કરાવ્યું; અને તેના ભીના કોમળ શરીરને રૂંવાટાવાળા વસ્ત્ર વડે લુછી કોરું કર્યું. જળથી ભરેલા કેશને પણ વળ દઈ દઈને નીચોવ્યા તેમાંથી મુક્તાફળ જેવાં જળબિંદુઓ ટપકવા લાગ્યા, તે જાણે ગાયના સ્તનમાંથી દોહવાતી ક્ષીરની ધારા જ હોય નહીં ! પછી એના કેશપાશને
૧. વર્ણક-પીઠી. વર્ણકમાં નાખી=પીઠીઆતી કરી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
Page #73
--------------------------------------------------------------------------
________________
સુવાસિત કરવાને અર્થે સુગંધી ધૂપ વડે ધૂપ કર્યો. લાક્ષારસ વડે હાથપગ રંગ્યા અને અંગે કેસરનો લેપ કર્યો. બંને ગાલ ઉપર કામદેવના યશવર્ણન જેવી સુંદર પીળ કાઢી અને નેત્રમાં અંજન આંક્યું. આમ પ્રત્યેક અંગે અનંગને તીવ્ર કર્યો. તેના લલાટને વિષે ઉત્તમ ચંદનનું તિલક કરવામાં આવ્યું તે જાણે અષ્ટમીના ચંદ્રમાના ભ્રમથી ત્યાં આદ્ર (નક્ષત્ર) આવ્યું હોય નહીં, અથવા મંત્રીશ્વર (અભયકુમાર)ની (થનારી) પત્ની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરવાને ઈન્દ્રનો મંત્રી (બૃહસ્પતિ) આવ્યો હોય. નહીં ! વળી તેમણે પ્રસરી રહેલી સુવાસવાળો અને પુષ્પથી ગર્ભિત એવો એનો અંબોડો રચ્યો, કે જેને વિષે, તપશ્ચર્યા કરતો સ્વેચ્છાચારી કામદેવ જાણે વાત કરતો હોય નહીં!
ત્યાર પછી ચક્ષને એકદમ સ્થિર કરનારા અર્થાત્ અત્યંત મનોહર એવા ઉજ્વળ વસ્ત્રો તેને પહેરાવ્યાં, અને મસ્તક પર પુષ્પનો મુકુટ બાંધ્યો. કારણ કે શીર્ષ એ સર્વ ગાત્રોમાં પ્રધાન છે. વળી કર્ણને વિષે પણ દાસીજનોએ શોભાને અર્થે આભૂષણ પહેરાવ્યાં; કારણ કે જનસમૂહને અન્ય શ્રુતિ (વેદ) પણ પૂજ્ય છે તો પોતાની શ્રુતિ (શ્રવણ-કાન) પૂજ્ય હોય તેમાં તો શું કહેવું ? વળી તેમણે એના કાનના નીચલા ચાપકાને વિષે, સ્કંધ ઉપર વિશ્રામ લઈ ઝુલતા, કુંડળ પહેરાવ્યાં, તે જાણે તેના મુખા રૂપ ચંદ્રમાના ભ્રમથી રખે ત્યાં રાહુ આવે એને ભય પમાડવાને વાતે બે ચક્રો (રાખ્યાં) હોય નહીં ! ત્રણ રેખાએ યુક્ત એવા એના કંઠને વિષે પણ તેમણે સુવર્ણની કંઠી પહેરાવી એ પણ ઠીક કર્યું કારણ કે શંખ ઉપર વિજય મેળવવાથી યશ પામેલા એ કંઠને એવું આભૂષણ જોઈએ જ.
શ્રેષ્ઠ અને પાણીદાર મુક્તાફળોનો, નાભિ સુધી લટકતો હાર એના દયને વિષે વિરાજવા લાગ્યો; તે જાણે એના નાભિકુપમાં રહેલા લાવયજળને કાઢવાને ઘટીયંત્ર માંડેલું હોય નહીં (એવો લાગતો હતો ! તેના ગૌરવર્ણા બાહુને વિષે રહેલાં, હેમમય ઈન્દ્રનીલમણિજડિત કેયુર ઉત્કટધૂપની વાસથી નવા પદ્મનાલની ભ્રાન્તિએ કરીને, આવીને લાગેલા મધુકરોની પંક્તિ હોય નહીં એવાં દીપી રહ્યાં હતાં. વળી એ સ્ત્રીઓએ
૧. રેંટ.
૫૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #74
--------------------------------------------------------------------------
________________
એના હસ્તને વિષે મુક્તાફળજડિત સુવર્ણના ઉત્તમ કંકણના મિષે ચરણ અને મસ્તકનો કમળોની સામે વીરપટ્ટ બાંધ્યો હોય નહીં ! તેની સર્વ આંગળીઓને વિષે સારી રીતે બંધબેસતી વની મુદ્રિકાઓ પહેરાવી તે જાણે કામદશાથી વિરક્ત રહેલા વિધિરૂપી રાજા પાસેથી તેણે મેળવેલી મદ્રા અથવા લેખ હોય નહીં ! એના કટિપ્રદેશને વિષે મણિની મેખલા પહેરાવી તે જાણે કામદેવરૂપી હસ્તિને બાંધવાને વાતે સાંકળ હોય નહીં; વળી તેના ચરણને વિષે નૂપુર પહેરાવ્યાં તે જાણે પદ્માદેવી (લક્ષ્મી)નો પરાજય કરીને તેની પાસેથી લઈ લીધેલાં હોય નહીં (એવાં શોભતાં હતાં). મુક્તાફળ અને હીરાઓથી અંકિત એવી સુવર્ણની અંગુઠીઓ એના ચરણની આંગળીઓમાં પહેરાવવામાં આવી તેથી જાણે એમણે (આંગળીઓએ) દશે દિશાઓની લક્ષ્મીના કોશાલયને વિષે પ્રવેશ કર્યો હોય નહીં એવી શોભવા લાગી. આ પ્રમાણે એને દેવકન્યાની પેઠે યથાસ્થાને યોગ્ય આભૂષણો પહેરાવીને દાસીજનોએ, તેડીને સુરાલય. (સ્વર્ગ) તુલ્ય માતૃગૃહ (માયરા)માં આણી.
અહીં નન્દાપુત્ર અભયકુમાર પણ સર્વ મંગળ કાર્ય પૂર્ણ કરીને વરને યોગ્ય એવાં વસ્ત્ર સજી અશ્વ પર આરૂઢ થઈને પોતાના ઘરથી બહાર નીકળ્યો. તેની પાછળ પહેરેગીરો ચાલતા હતા; મયૂરપિચ્છનું છત્ર તેના પર ધરવામાં આવ્યું હતું; ચામર વિજાતાં હતાં; અને ભાટલોકો ઊંચા ઊંચા હાથ કરીને મંગળ ગાન ગાતા હતા. સર્વ માંગલિક શ્લોક મોટે સાદે બોલાવાથી સ્કુરાયમાન થતો તેનો તારસ્વર પૃથ્વીની કુક્ષિને વિષે ભરાઈ જતો હતો. મૃદંગ-વીણા-ઉત્તમ વેણુ આદિના શબ્દોની સંગાથે અમદાઓનું નૃત્ય થઈ રહ્યું હતું. પાછળ બેઠેલી બહેન અન્યજનોના દષ્ટિદોષનું નિવારણ કરવાને ભાઈના લવણ ઉતારતી હતી. એમ અનેક અનુકૂળ શકુનો સહિત વરરાજા મંડપના દ્વાર આગળ આવી પહોંચ્યા.
ત્યાં અશ્વ પરથી નીચે ઊતરી સર્વ રીતભાતના જ્ઞાનવાળો અભયકુમાર દૃષ્ટિમાંથી અમૃત વર્ષાવતો ક્ષણવાર ઊભો રહ્યો. એટલે એક સ્ત્રીએ આવીને દુર્વાનું પાત્ર-મુસળ-યુગ (ધોંસ) અને મંથા (રવૈયો) ત્યાં આણીને મૂક્યા. વળી બીજી આવીને, જેમાં અગ્નિ અને લવણ હોવાથી તડતડ અવાજ થયા કરતો હતો એવાં સંપુટાકારે બાંધેલા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
પ૯
Page #75
--------------------------------------------------------------------------
________________
સરાવ મૂકી ગઈ : આવું કામ કરવામાં વડીલ સ્ત્રીઓ જ પ્રગભ હોય છે. પછી “હે મૃગના જેવા નેત્રવાળી (વેવાણ) ! યોગ્ય એવા આ વરરાજાને અર્ઘ આપ; (રંગનો) છંટકાવ કર; શ્વેત દુર્વા-દધિ-ચંદન વગેરે ચતુરાઈ સહિત થાળમાંથી ફેંક. આ ઉત્તમ વેષવાળો મોટો વરરાજા તારા આંગણામાં નમીને પડદામાં ઊભો છે; તેને તું જો; એ તે કામદેવ છે કે દેવકુમાર છે ? પુષ્પ અને ચંદન શુષ્ક થઈ જાય છે માટે સાસુ, હવે વરરાજાને ખોટી ન કરો.” આવા ગીત સાંભળીને, સાસુપદને ધારણ કરનારી પ્રમદા હતી તે હર્ષસહિત ઊભી થઈ. યુગ-મંથા અને મુશલસહિત વરરાજાને અર્ઘ આપીને-ક્ષણમાં છંટકાવ કરીને-ત્રણવાર અક્ષતથી વધાવ્યો.
પછી રાજકુમારે પેલા શરાવના સંપુટને એકદમ વામપગે કરીને ચુરી નાંખ્યું. એટલે ગળાને વિષે રહેલા એના ઉદભટ અને ઘટ્ટવસ્ત્ર (એસ)ના છેડાએ ખેંચીને એને વધુ પાસે લઈ ગયા. ત્યાં, તેને વિદ્યાધરની પુત્રીની સન્મુખ આસન ઉપર બેસાડ્યો. પછી વરવધુને હસ્ત ઉત્તમ મદનફળ (મીંઢોળ) બાંધ્યા. એ વખતે, જેના માતાપિતા અને સાસુસસરા હયાત હતા એવી એક સૌભાગ્યવતી અમદાએ અશ્વત્થ અને શમી વૃક્ષની ત્વચાને તત્ક્ષણ પીસીને તેનો લેપ બનાવીને વધુના કરમાં આપ્યો. પછી સાક્ષાત્ ભાગ્ય જેવું અત્યુત્તમ લગ્ન આવ્યું કે તરત બ્રાહ્મણે ભાજનના શબ્દની સાથે વધુવરને હસ્તમેળાપ કરાવ્યો. “હવે પછી સૌ ભાગ્યવંત એવા તમો દંપતીનું સદા ઐક્ય જ જળવાઈ રહો” એમ સૂચવતી હોય નહીં એમ વરરાજાની મુદ્રિકા વધુના હસ્તમાં રહેલા લેપને વિષે નાંખી. પછી તારામલક સમયે વરવધુ બંને અનિમેષ નેત્રે એકબીજા સામું જોવા લાગ્યા; જેવી રીતે જન્મભુવન અને કલત્ર (સ્ત્રી) ભુવનને વિષે રહેલા (ગ્રહો), અથવા કર્મભુવન અને સુખભુવનને વિષે રહેલા ગ્રહો એકબીજા સામું જુએ છે તેવી રીતે. પછી ક્ષણવારમાં સર્વ વિધિને વિષે પ્રવીણ એવા વિમે વરવધુના વસ્ત્રોના છેડા બાંધ્યા; તે જાણે તે વખતે હસ્તમેળાપ
૧. છેડાછેડી બાંધી. જ્યોતિષની કુંડળીમાં બારભુવન હોય છે : તન, ધન, પ્રાણી, સુખ, સુત, કષ્ઠ, સ્ત્રી, મૃત્યુ, ભાગ્ય, કર્મ, લાભ અને ખર્ચ. આ બાર ભુવનમાં જન્મભુવન અને કલત્રભુવન સામસામાં આવેલાં છે; તેમજ કર્મભુવન અને સુખભુવન પણ સામસામાં આવેલાં છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
६०
Page #76
--------------------------------------------------------------------------
________________
થયો જોઈને હર્ષમાં આવીને બંને પોતાની મેળે મળ્યા હોય નહીં !
ત્યાર પછી અભયકુમારે સદગુણોનું એક જ સ્થાન એવી વધુની સાથે વેદિકાને વિષે પ્રવેશ કર્યો, જેવી રીતે સંસારી જીવ ભવ્ય એવી ભવિતવ્યતાને પામીને નરયોનિને વિષે પ્રવેશ કરે તેમ. પછી “ધ્યાનરૂપી અગ્નિને વિષે કર્મરૂપી ધાન્યનો પ્રક્ષેપ કરવો” એવા શાસ્ત્રના વાક્ય પરથી જ જાણે બ્રાહ્મણે મંત્રોચ્ચાર સહિત અગ્નિને વિષે સાત ધાન્ય નાંખ્યા-ફેંક્યા તેથી અગ્નિ પ્રજ્વલ્યમાન થયો એટલે કુમારે વધુ સહિત તેની પ્રદક્ષિણા કરી. તે વખતે તે દેદિપ્યમાન મેરૂપર્વતની પ્રદક્ષિણા કરનાર છાયાયુક્ત સૂર્ય જ હોય નહીં એવો શોભી રહ્યો ! ચારે મંડળને વિષે ફરતી વખતે તેણે ઉત્તમ હસ્તિ, અશ્વ ઈત્યાદિ મેળવ્યા. અથવા તો ફરીફરીને મેળવ્યું એમાં આશ્ચર્ય શું ? એ તો હવે બેઠાં બેઠાં જ અનેક મંડળો (દેશો)માંથી ઘણી ઘણી ભેટ મેળવશે. અગ્નિની સાક્ષીવાળી ચોથી પ્રદક્ષિણા ફરતી વખતે, (આટલું ન જ જોઈએ) એના મંડળમાં રીવાજ પ્રમાણે સાળાઓએ એનો અંગુઠો થોભી રાખ્યો; જેવી રીતે અમાસનો ચંદ્રમા સૂર્યના પાદર થોભી રાખે છે તેમ.
પછી રાજકુમારને તેના માણસો કહેવા લાગ્યા-દીન, દુઃખી, દયાના સ્થાન, અને તમારા ચરણકમળ લાગેલા એવા આ ગરીબને કંઈ આપીને સંતોષ પમાડો. તે પરથી બાળક એવા કુમારે પણ તેને ધાર્યાથી પણ અધિક ધન આપ્યું; કારણ કે નાનો સરખો કૂવો પણ માણસને યથેચ્છ જળ આપે જ છે. કરમોચન સમયે કુમારને અસંખ્ય દ્રવ્ય આપવામાં આવ્યું કારણ કે એ વખતે રાજાઓ કીર્તિયુક્ત શાશ્વત ધર્મ પ્રાપ્ત કરે છે. જે વખતે કરમોચન કરવામાં આવ્યો તેજ વખતે બ્રાહ્મણે વસ્ત્રના છેડા પણ છોડ્યા. કારણ કે એક જ યોગે થયેલા કાર્યોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ સાથે જ થવી જોઈએ. પછી “સ્ત્રીજન તો સર્વ જગતની પાછળ લાગેલ જ છે” એવું સૂચવતો હોય નહીં એમ વરરાજા (અભયકુમાર) વધુને પાછળ બેસાડીને આગળ પોતે ગિરિસમાના અશ્વ પર આરૂઢ થયો. જનસમૂહને વિષે આનંદ અને કલ્યાણ પ્રવર્તી રહ્યાં, માંગલિક શ્લોકોના નાદથી દિશાઓ પૂરાઈ ગઈ અને દંપતી.
૧. કિરણ. ૨. છેડાછેડી છોડી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
S૧
Page #77
--------------------------------------------------------------------------
________________
વરરાજાના મંદિર પાસે આવી પહોંચ્યા. ત્યાં લગ્નના હર્ષમાં લોકો અશ્વને વધુવર પાસે આદર સહિત ખેલાવવા કુદાવવા લાગ્યા. કારણ કે સ્તરીખેલનકુર્દન આદિ પ્રાયે શૃંગારવિધિને વિષે રહસ્યભૂત છે. જાનની સર્વ સ્ત્રીઓ હવે ગીત નૃત્યાદિકની સમાપ્તિ કરવાને છેવટે યથેચ્છ નૃત્ય કરવા લાગી; અને ગીત ગાઈને કામદેવને જગાડવા લાગી. પછી સર્વ વિઘ્નને દૂર કરનારી એવી ઉત્તમ મંગળવિધિ કરી રાજકુમારે પ્રિયા સહિત સ્વસ્થચિત્તે કૈલાસ જેવા આવાસને વિષે પ્રવેશ કર્યો. વિવાહ પૂર્ણ થયે શ્રેણિકનરપતિએ પુત્ર-અભયકુમારને અર્ધ રાજ્ય અને મંત્રીપદવી અર્પણ કરી, અથવા તો સદ્ગુણી ધુર્ય પુરુષને પ્રાપ્ત કરીને કયો વિચક્ષણ જન તેના પર ભાર ન નાંખે ? પછી રાજાએ કુમારને આજ પ્રમાણે બીજી રાજપુત્રીઓ પણ પરણાવી કારણ કે સાધારણ મનુષ્યો પણ બે ત્રણ સ્ત્રીઓ પરણે છે તો તેમનો અધિપતિ જે રાજા તે પરણે તેમાં તો શું કહેવું ?
પછી અભયકુમારે પોતાના પ્રતિપક્ષીઓ પર વિજય મેળવવા માંડ્યો; કેટલાક ગર્વિષ્ઠ હતા તેમને સામ પ્રયોગથી જીત્યા, કેટલાએકને ક્ષમા આપીને પોતાના કરી લીધા; બીજાઓ લોભી હતા તેમને ભેટ આપીને નમાવ્યા; વળી કેટલાક અભિમાની હતા તેમને નમ્રપણે હરાવ્યા; જેઓ અવિશ્વાસુ હતા તેમનો ભેદથી પરાજય કર્યો; બિલકુલ વિરુદ્ધ હતા તેમને ઋજુપણે, અને જેઓ બલવાન્ હતા તેમને શિક્ષા કરીને જીતી લીધા; સંતોષ થકી મુનિ લોભને જીતે તેમ. ગુરુજન પર અતિ ભક્તિવાળો કુમાર પોતાને પિતાનો એક પદાતિ માત્ર ગણતો અને લક્ષ્મણ જેમ રામનાં કાર્ય સાધતો તેમ, પિતાનાં ગમે તેવાં અશક્ય કાર્યોને તે નિર્વિલમ્બે સાધી લેતો.
હવે ઈન્દ્રને માતલિ હતો તેમ પ્રસેનજિત્ રાજાને નાગ નામનો કામદેવ સમાન રૂપવાનૢ સારથિ હતો. તે ગર્વિષ્ટ શત્રુરૂપી વૃક્ષનો ભંગ કરવાને હસ્તિ જેવો, અને કલ્યાણ તથા કળાકૌશલ્યના નિવાસસ્થાનરૂપ હતો. વળી તે સત્યવચની હોવાથી ધર્મપુત્ર યુધિષ્ઠિર સમાન અને દયાળુ
૧. સ્તરીખેલનકૂર્દન-સ્તરીનું (અશ્વનું) ખેલવું કુદવું વગેરે; અથવા સ્તરી (=શય્યા)ને વિષે ખેલવું કુદવું ઈત્યાદિ.
૬૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #78
--------------------------------------------------------------------------
________________
હોવાથી પદ્મમિત્ર જેવો હતો. તે ઉત્તમ શ્રાવક હતો અને પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓને બહેન સમાન ગણતો. તેને સુલસા નામની મહાપતિવ્રતા અને સમકિતધારી સ્ત્રી હતી. શરમાળપણું એ તેનો મોટો સગુણ હતો. એક દિવસે રાત્રિને અંતે આ નાગસારથિ નીચી દષ્ટિ કરી દીર્ઘ નિ:શ્વાસ મૂકી, સદા દરિદ્ર એવા ધનના અર્થી પુરુષની પેઠે વિચાર કરવા લાગ્યો-“હું પુત્રને ખોળામાં બેસાડીશ; તેને ચુંબન કરીશ, વળી તેનું મસ્તક સુંઘીશ” આવો રે મારો મનોરથ હતો તે, પુત્ર વિના, અશોકવૃક્ષના પુષ્પની સમાન અફળ છે. બ્રહ્મચર્ય પણ ન પાળ્યું અને પુત્ર પણ ન થયો; આમ મારે તો કામની વિડંબનાને લીધે ન સધાયો આ લોક, કે ન સધાયો પરલોક; ત્રિશંકુની પેઠે, ન રહ્યો પૃથ્વી પર કે ન ગયો સ્વર્ગમાં.”
આવા વિચારમાં, રજથી છવાઈ ગયેલા સૂર્યની પેઠે કાન્તિ રહિત થઈ ગયેલા પોતાના પતિને જોઈને સરલ સ્વભાવની સુલસા અંજલિ જોડી કોયલના જેવા મધુર સ્વરે બોલી-હે સ્વામિ ! આજે શું સમુદ્ર અગ્નિરૂપ થયો છે, કે કંઈ અશ્વનો વિનાશ થયો છે, કે રાજા આપનાથી પરાડમુખ થયા છે ? અથવા કોઈ અન્ય સ્ત્રી આપના હૃદયમાં છે અથવા કંઈ શરીરે પીડા થઈ છે કે જેથી આપ (રાહુથી) ઘેરાયેલા ચંદ્રમા જેવા દીસો છો. જો એ કહેવા જેવું હોય તો આપ આ દાસીને કહેશો ?
શોકસમુદ્રમાં પૂર્ણ ડૂબેલો છતાં પણ પ્રિયાનાં આવાં આશ્વાસક વચનો સાંભળી, ચાલતી વખતે ચળકાટ મારતા મણિવાળા નાગ (સર્પ)ની જેવો નાગસારથિ બોલ્યો-પ્રિયે તારા જેવી ભક્તિપરાયણા સ્ત્રીની પાસે શું ન કહેવા જેવું હોય ? કહ્યું છે કે “ચિત્તને અનુસરવામાં ચતુર એવી સ્ત્રીને, વિપત્તિને વિષે ઉપકાર કરનાર મિત્રને, ઉત્તમ સેવકજનને અને દય જાણનાર સ્વામિને આપણું દુઃખ નિવેદન કરીને સુખી થવું.” હે પ્રિયે ! જેમ તૃષાતુર જન જળની ઈચ્છા કરે છે તેમ હું પુત્રની વાંછા કરું છું. કારણ કે મેઘ વિનાની પૃથ્વીની પેઠે પુત્ર વિના કુળની આશા વૃથા છે.” સુલતાએ કહ્યું- હે નાથ ! પુનઃ કોઈ કુળવાન્ બાળાઓનું પાણિગ્રહણ કરો; તેમનામાંથી કોઈને તો પુત્ર થશે; કારણ કે સામટું સંગ્રહ કરનાર કદિ નિરાશ થતો નથી. એ સાંભળી સારથિશિરોમણિ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
Page #79
--------------------------------------------------------------------------
________________
નાગ પણ કહેવા લાગ્યો-હે હરિણાક્ષિ ! તું એ શું બોલી ? આ ભવમાં તો મારે તું એક સ્ત્રી છે તેજ હો, અન્ય કોઈની મારે ઈચ્છા નથી. હે મૃદુઅંગવાળી પ્રિયે ! હું તો તારા અંગથી જ ઉત્પન્ન થયેલ કામદેવસમાન પુત્રને સાચું ; હંસને હંસીના પુત્રનું જ કામ છે; બાકી એટલે કાગડીના પુત્રને તે શું કરે ? વ્હાલી ! તું જ સર્વના સારભૂત થા; એમ જાણ કે હું ચંદ્રમા અને તું મારી ચંદ્રિકા છો; માટે નિરંતર એવા ઉપાય યોજ કે જેથી મનકામના સિદ્ધ થાય.
સ્વામીનાં આવાં વચનો શ્રવણ કરીને સુલસા નમીને બોલીપ્રાણપતિ ઉપાય તો અનેક છે; પણ ખરો ઉપાય તો એક સદ્ધર્મ જ છે; (જળને નિર્મળ કરનાર ફક્ત એક અગત્ય જ હતા). એ ધર્મ ધનના અર્થીને ધન આપે છે; પુત્રના અર્થીને પ્રયાસ લઈ તેનું કાર્ય કરી આપે છે; ભોગોપભોગની ઈચ્છાવાળાઓને પણ તૃપ્ત કરે છે; અને પાપરૂપી પર્વતને ભેદવામાં વજનું કામ કરે છે. વળી એ મુમુક્ષુજનને મોક્ષસુખ આપે છે અને સ્વર્ગના અર્થીને સ્વર્ગનું સુખ આપે છે; અશેષ ભુવનમાં કોઈ પણ એવું કાર્ય નથી કે જે ધર્મથી સાધ્ય ન થાય. માટે હે આર્યપુત્ર ! હું તે ધર્મ આદરીશ, તેજ કોઈ વખત ફળીભૂત થશે; કારણ કે ઉપાય આદરનારા મનુષ્યોને સુખે કરીને મન-વાંછિત સિદ્ધ થાય છે.
ત્યારપછી સુલસા (અન્ય આભૂષણોનો ત્યાગ કરીને) ફક્ત અલ્પ મુક્તાફળની માળા પહેરવા લાગી; પાપકાર્યના યોગથી દૂર રહેવા લાગી; ફકત એક વખત મોળું ભોજન કરી કૃશ થવા લાગી અને ફક્ત કસુંબાના વસ્ત્ર પહેરવા લાગી; અખંડ શીલવ્રત પાળવા લાગી; વૈરાગ્યનાં શાસ્ત્રો વાંચવા લાગી; અને જાણે ચારિત્ર લેવાને ઈચ્છાતુર હોય તેમ તે શાસ્ત્રોની પૂર્ણ રીતે તુલના કરવા લાગી.
એ વખતે મહાવિસ્તારવંત એવા લક્ષવિમાનોવાળા સૌધર્મદેવલોકને વિષે અનેક સામાનિક લોકપાળોનો સુધર્મા નામે સ્વામી દેવતાઓનો ઈન્દ્ર હતો. તેણે એકદા સભાને વિષે સિંહાસન પરથી આ સુલતાની અતિવર્ષ સહિત પ્રશંસા કરી કે-ભરતક્ષેત્રની ભૂમિને વિષે હાલ તુલસા શ્રાવિકા જેવી અન્ય કોઈ સ્ત્રી શ્રાવિકાના ગુણનું અનુપાલન કરનારી નથી;
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૬૪
Page #80
--------------------------------------------------------------------------
________________
ચિંતામણિની રેખા કોઈ સ્થળે અથવા કોઈ સમયે શેષ મણિઓ પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ મનુષ્ય, ખેચર, દેવ કે દાનવ એને ધર્મથી ચલિત કરવાને શક્તિમાન નથી. તો અન્ય દીન જન તો શું જ કરી શકે ?
એ સાંભળીને સભામાં બેઠેલો એક દેવતા અતિરોષે ભરાઈ કહેવા લાગ્યો-અહો ! ઈન્દ્ર પણ બંદિજનની પેઠે એક માત્ર સ્ત્રીની કેવી પ્રશંસા કરે છે ? નિશ્ચયે આ તો અનીતિ થાય છે. “એ સ્ત્રીને ચળાવવાને કોઈનામાં શક્તિ નથી” એમ તે કહે છે તે આપણને હલકા પાડનારા વચનો કહે છે; અથવા તો-મને કોણ નિષેધ કરનાર છે-એવી મોટાઈના બળને લીધે એ એમ બોલે છે. કારણ કે એવું સ્વામિત્વ સર્વ કોઈને બહુ રૂચે છે-કે જેને વિષે પોતાને કોની સંગતિ છે એ કહેવું પડતું નથી; પોતાના મનમાં આવે તેમ વર્તાય છે; અને અપયશનો જરા પણ ભય નથી. માટે હું હમણાં જ જઈને તેનું સાહસ ભેદી નાંખીને તેને ચળાવી આવું છું. વાયુ જો સંબંધ વાય છે ત્યારે વૃક્ષના મૂળ સુદ્ધાં હલી જાય છે તો આકડાનું રૂ તો શાનું જ નિશ્ચળ રહે ?
એવો નિશ્ચય કરીને સાધુનો વેષ લઈ તે દેવતા સુલસાને ઘેર જઈ ત્રણવાર નિસ્ટિહિ કહી ઊભો રહ્યો; કારણ કે ધુર્તપુરુષોનું છળ આવું જ શાંત અને ભપકાવાળું હોય છે. સાધુને જોઈને ધર્મ ઉપર મજીઠના રાગ (રંગ) કરતાં પણ અધિક રાગવાળી સુલસા પ્રફુલ્લિત વદને હર્ષાશ્રુ વર્ષાવતી આનંદના સમુદ્રમાં ડૂબી જતી ઊભી થઈને તેમને નમી. પછી તેણે ભાવ સહિત તેમને પૂછ્યું-હે ભગવન્ ! આપનું આગમન શા કારણથી થયું છે ? દેવસાધુએ ઉત્તર આપ્યો-ભદ્રે ! એક ગુણવાન્ સાધુ રોગથી પીડિત છે તેને માટે વૈદ્યલોકોએ શુદ્ધ પરિપક્વ લક્ષપાક તેલ બતાવ્યું છે માટે હું તેની ભિક્ષાને અર્થે તારી પાસે આવ્યો છું; કારણ કે મુનિઓને શ્રાવકજનો જ ભિક્ષાના સ્થાનક છે. તે સાંભળી અતિહર્ષ પામી સુલસા બોલી-એ તેલ અને બીજું પણ આપને જે જોઈએ તે આપ ગ્રહણ કરો; જે સાધુના ઉપયોગમાં આવે તેજ ધન્ય છે; અન્ય સર્વ તો રાનનાં પુષ્પની જેવાં વૃથા છે. આ પૃથ્વી પર આજે જ મારો જન્મ થયો, સમજુ છું કારણ કે આજે તમે મારી પાસે (વસ્તુને માટે) પ્રાર્થના
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૬૫
Page #81
--------------------------------------------------------------------------
________________
કરવા આવ્યા છો. કુષ્માંડવલ્લીને" કલ્પવલ્લીની બક્ષિસ મળશે ખરી ?
એમ કહી તે ઘરમાંથી તેલનો ઘડો લઈને આવી; પણ તુરત તે દેવની શક્તિથી ભૂમિ ઉપર પડી ગયો. તેથી તે ભાંગી ગયો, પણ શ્રેષ્ઠભાવયુક્ત એવું તેનું (સુલસાનું) મન ભાંગ્યું નહીં. બીજો ઘડો. આપ્યો તે પણ તેજ પ્રમાણે ફુટી ગયો; પણ તેનો આત્મા લેશમાત્ર વિષાદ ન પામ્યો; નહીં તો તેનું નામ ચતુર્થ સંઘ (શ્રાવિકાઓ)ને વિષે સૌથી પ્રથમ (લેવાય છે તે) ન લેવાત. ત્રીજો ઘડો લાવી તો તે પણ ભાંગ્યો તથાપિ ચિત્તને વિષે પણ તેણે શાપ ઉચાર્યો નહીં. પણ હવે પોતે સાધુની પ્રાર્થના પૂર્ણ કરવાને બેનસીબ થઈ તેથી પોતાના આત્માની અતિનિંદા કરવા લાગી. સુપાત્રને ખપની યોગ્ય સામગ્રી મારી પાસે હોવા છતાં પણ તેનો કેવી રીતે સહસા એકસામટો નાશ થયો ? માટે હું જ નિશ્ચયે અપુણ્યરાશિવાળી ઠરી; અથવા તો અજાના મુખમાં કુષ્માંડ ફળ સમાય જ ક્યાંથી ? પેલા દેવતાએ પણ તેની આવી શ્રદ્ધા અને મેરૂ સમાન નિશ્ચળ સ્વભાવ જોઈને, પોતાની ઉત્તમ કાન્તિવાળું રૂપ જાહેર કર્યું, જેમાં ઈન્દ્ર ભરત પાસે પોતાનો અંગુઠો જાહેર કર્યો હતો તેમ.
આમ પોતાના મૂળ રૂપમાં પ્રસિદ્ધ થઈને તે દેવ કહેવા લાગ્યોહે કલ્યાણિ ! સુરલોકને વિષે ઈન્દ્ર તારી પ્રશંસા કરી; પણ દૂરભવ્ય જન જિનેશ્વરની વાણીને જેમ માને નહીં તેમ મારા જેવા મૂર્ખશિરોમણિએ એ વાત સત્ય માની નહીં. હું સૌધર્મકલ્પનો નિવાસી દેવ છું. જેવી રીતે સનતકુમારની ધર્મને વિષે પરીક્ષા કરવાને પૂર્વે બે દેવતા આવ્યા હતા, તેવી રીતે હું પણ ધર્મશીલને વિષે તારી પરીક્ષા કરવાને પૃથ્વી ઉપર આવ્યો છું. હે ઉત્તમ શ્રાવિકા ! દેવલોકના અધિપતિએ કહી હતી. તે કરતાં પણ તું અધિક છે. કારણ કે સુવર્ણની શલાકાની જેમ તું છેદ-તાપ-અને કસને વિષે પૂર્ણ નીવડી છો. હે સુશ્રાવિકા ! તું સગુણોની એક ભૂમિરૂપ છો, તથાપિ તારામાં એક પરમ દોષ છે કે તેં તારી ક્ષીરસમાન ઉજ્વળ કીર્તિ વડે સૌધર્મદેવલોકને શ્વેત બનાવી
૧. કુષ્માંડ એક હલકી જાતનો વેલો થાય છે. કલ્પવલ્લી=કલ્પવૃક્ષની લતા. સુલસા કહે છે કે મારા જેવી કુષ્માંડવલ્લીને કલ્પવૃક્ષની બક્ષીસ ક્યાંથી ?
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #82
--------------------------------------------------------------------------
________________
દીધું છે, તો હવે “એ દેવલોકને વિષે વિમાનો પાંચવર્ણના છે” એવું જે જિનેન્દ્રનું વચન છે તેને દેવતાઓનો સમાજ કેવી રીતે માનશે, કારણ કે તેઓ સાક્ષાત્ તેમને ઉજ્જ્વળ દેખે છે.
હે સમ્યક્તરત્નના નિધાનની ભૂમિરૂપ પવિત્રાંગી સુલસા ! હું તને શું આપી શકું એમ છું ? તોપણ કંઈ માંગ કે જેથી દેવદર્શન નિષ્ફળ ન જાય. તે સાંભળીને સુલસા સ્વામીના સંતોષને અર્થે કહેવા લાગીનથી મારે દ્રવ્યની ખામી, કે નથી મારે કામભોગની જરૂર, કે નથી મારે નિશ્વળ એવા ધર્મની અપૂર્ણતા; મારે ફક્ત દેવીની પેઠે એક પુત્રની ખામી છે. લક્ષ્મીથી ભરપૂર એવું છતાં પણ મારું ઘર, પુત્ર વિના, પીલતાં છતાં રસ ન નીકળે એવા ઈક્ષુદંડ જેવું નીરસ, અને કાકપક્ષીના શબ્દ જેવું ફીક્કું જણાય છે. માટે હે દેવ ! જો તમે સંતુષ્ઠ થયા છો એ સત્ય જ હોય તો, મારા કર્મબંધનો હેતુ નિકાચિત ન હોય તો મને પુત્ર આપો; કારણ કે નિકાચિત કર્મબંધ હોય છે ત્યાં તો જિનેશ્વર ભગવાન પણ કંઈ કરી શકતા નથી, તો બીજા તો ક્યાંથી જ કરી શકે ? પણ એ દેવતાએ સુલસાને પુત્રનો અભાવ જોઈને એને બત્રીશ ગોળી આપી અને કહ્યું કે “આ ગોળીઓ તું અનુક્રમે ખાજે તને બત્રીશ પુત્ર થશે. હવે તારે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મને સ્મરણ કરવો; હું પુન: આવીશ.” એમ કહીને તે અંતર્ધાન થઈ ગયો. દેવતાઓને જો સત્ત્વથી જીત્યા હોય તો તેઓ કિંકર કરતાં પણ અધિક થાય છે. હવે સુલસા મનમાં વિતર્ક કરવા લાગી-જો હું આ ગોળીઓ અનુક્રમે ખાઈશ તો ઈષ્ટ એવા પણ બાળકોની અશુચિ નિરંતર કોણ દૂર કરશે ? માટે હું એ સર્વ ગોળીઓ એક સાથે જ ખાઈ જાઉં; જેથી મારે એક પણ બત્રીશલક્ષણયુક્ત પુત્ર થશે; અને એક જ પુત્રવાળી સિંહણ શું સુખમાં નથી રહેતી ?” (રહેજ છે). એવો નિશ્ચય કરીને સુલસા એ સર્વ ગોળીઓ એક જ કાળે ખાઈ ગઈ. પ્રાણીઓને બુદ્ધિ અને ચેષ્ટા નિરંતર કર્મને અનુસારે જ થાય છે. હવે સુલસા એક જ વખતે બત્રીશે ગોળીઓ ખાઈ ગઈ તેથી તેને બત્રીશ ગર્ભ રહ્યા; દેવતાઓ એ સ્પષ્ટ વચન કહ્યાં હોય તોપણ પ્રાણી વિપરીત ચાલે છે એ આશ્ચર્ય પણ અહીં જોયું !
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૬૭
Page #83
--------------------------------------------------------------------------
________________
ilillah
કૃશઉદરવાળી સુલસા, સ્વભાવથી જ વજ સમાન ગુરુ એવા ગર્ભને વહન કરવાને અસમર્થ થઈ. કારણ કે મૃદુ એવી સહકારની શાખા પાકીને તૈયાર થયેલા આમ્રફળને ધારણ કરી શકતી નથી. પણ ઉપાયની જાણ એવી સુલસાએ પેલા દેવતાને હૃદયમાં ધારીને કાયોત્સર્ગ કર્યો; કારણ કે સંપત્તિ આપવાને જે સમર્થ છે તે વિપત્તિનો નાશ કરવાને કેમ શક્તિમાન ન હોય ? સ્મરણ કર્યાની સાથે જ તે એ ઉત્તમ શ્રાવિકાની પાસે આવ્યો; પણ એમાં કંઈ વિચિત્ર નહોતું કારણ કે મહાન પુરુષો પોતાની પ્રતિજ્ઞા પાળવામાં એક્કા હોય છે. તેણે આવીને કહ્યુંહે ધર્મશીલ તુલસા ! તેં મને હમણાં શા માટે યાદ કર્યો ? આપણે સમાન ધર્મના છીએ; માટે તારા બંધુને કહેતી હો તેમ મને કહે. તે સાંભળીને તેણે પણ પોતે સર્વ ગોળી એક સાથે ખાઈ ગયાની વાત તેની આગળ કહી સંભળાવી; કારણ કે બાળક પણ રૂદન વિના સ્તનપાન પામતું નથી.
દેવતાએ એ સાંભળી કહ્યું-તું એ સર્વ એક સાથે ખાઈ ગઈ તે તેં ઠીક ન કર્યું. એમ કરવાથી તને એટલી જ સંખ્યામાં ગર્ભ રહ્યા છે; કારણ કે જેટલાં બીજ હોય તેટલા અંકુરો ઉત્પન્ન થાય છે. તને પુત્રો થશે તે બત્રીશે ગુણશાલી થશે; પણ એમનું સર્વનું આયુષ્ય સરખું થશે; અથવા તો ભાવિ વસ્તુ બનવાની હોય તેજ બને છે. હું તારી પીડા દૂર કરીશ, તું વિષાદ કરીશ નહીં.” એમ તેને સમજાવીને દેવતા સ્વર્ગમાં ગયો. સુલસા પણ વ્યથા દૂર થવાથી, વિદેહભૂમિ ઊંચા ઊંચા વિજયોને ધારણ કરે છે તેમ ગર્ભને ધારણ કરવા લાગી. પૂર્ણ માસે અને દિવસે, એણે પ્રશસ્તસમયે અને ઉત્તમ મુહૂર્ત, કમલિની પદ્મોને જન્મ આપે તેમ, બત્રીશ શ્રેષ્ઠ અને ગુણવાન્ પુત્રોને નિર્વિઘ્ન જન્મ આપ્યો.
તે વખતે સારથિશિરોમણિ નાગશ્રાવકે પણ વધામણી લાવનારને સારી રીતે સંતોષ્યા. સંતતિ નથી હોતી તેને એક પણ પુત્ર અવતરે તે પ્રીતિદાયક થઈ પડે છે તો આને આ બગીશ વિશેષ હર્ષ આપે જ. પિતાના નેત્રને અમૃત સમાન એવા એ પુત્રોનું ધાત્રીઓ પરિપાલન કરવા લાગી. એમનું શરીર રૂપ અને સૌભાગ્યથી શોભવા લાગ્યું; અને એઓ રાજપુત્રોની જેમ વયે વૃદ્ધિ પામવા લાગ્યા. અંક-શીર્ષ-ખભા-ચરણ-પૃષ્ટ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #84
--------------------------------------------------------------------------
________________
અને ભુજા, એમ સર્વ અંગે વળગેલા પુત્રોથી નાગસારથિ, ફળના ભારથી લચી ગયેલા ઊંચા ઉદુંબર વૃક્ષ સમાન શોભવા લાગ્યો. વળી તે વારંવાર તેમના ચુંબન-આલિંગન વગેરેથી પોતાના મનોરથ પૂર્ણ કરવા લાગ્યો; અથવા તો ભાગ્યવાન જનને આ લોકની લક્ષ્મી તો હોય જ, પણ પરલોક સંબંધી લક્ષ્મી યે તેને હસ્તને વિષે છે. અનુક્રમે સર્વે પુત્રો સમાન વયના હોઈ અશેષ કળાને વિષે નિપુણ થયા; અને રાજહંસનું અન્ય હંસો અનુગમન કરે તેમ તેઓ શ્રેણિકરાજાનું અનુગમન કરવા લાગ્યા; તથા રાજ્યલક્ષ્મીના સ્વામિ શ્રેણિક મહીપતિનું સારથિપદ બજાવવા લાગ્યા; કારણ કે પુત્રો પિતાના ક્રમથી ચાલ્યા આવતા પદનું પરિપાલન કરે જ છે.
આ વખતે મેરૂપર્વતની ઉપર જેમ અમરાવતી નગરી છે તેવી રીતે મધ્યમખંડને વિષે એક વિશાળ અને પૃથ્વીના તિલકભૂત વૈશાલિકા નામની નગરી હતી. દક્ષિણદિશાને પૂરી નાંખતી તે કુબેર જેવા અનેક શ્રેષ્ઠીઓથી ઊભરાઈ ગઈ હતી અને આકાશ સુધી પહોંચતા સુધાસમાન ઉજ્વળ દેવમંદિરોને લીધે જાણે અલકાપુરીને હસી કાઢતી હતી. વિદ્વજનના અંતઃકરણની પેઠે તેના બજારો ભિન્નભિન્ન પ્રકારના રસસૂત્ર-અને નાના પ્રકારના અર્થથી ભરપૂર હતા. તર્કશાસ્ત્રની પેઠે તેમાં અનેક જાતિઓ હતી અને ફળનો નિર્ણય કરવાને તર્કસહિત ન્યાય થતો હતો. વળી તેને વિષે, સ્ત્રી-પુરુષ-હસ્તિ-અશ્વ-મયૂર-હંસ સરોવરકમળપુષ્પો વગેરેના ચિત્રામણવાળા નાના પ્રકારના ગવાક્ષો, ચુનાથી ધોળેલા-પુતળીવાળા-સેંકડો સ્તંભોવાળી અતિવિશાળ શાળાઓ, અને નિર્મળસ્વાદિષ્ટ અને સુગંધિ જળવાળી પરબો ચિરકાળ પર્યન્ત જોઈને પાન્થજનો, યુવાનપુરુષો સ્વરૂપવાન તરૂણીને જ જોઈને જેમ, તેમ પોતાના ઘર તરફ જવાની ઈચ્છા કરતા નહોતા.
એ નગરીમાં હૈયયકુળનો ચેટક નામે મહીપતિ રાજ્ય કરતો હતો; જેના ગર્વરૂપી સર્ષે તેના શત્રુગણને દંશ દીધા હતા. પોતે સૂર્યની સમાન તે જરૂપી લક્ષ્મીનું ધામ હતો; અને તેનો ચંદ્રમા સમાન ઉજ્વળ યશ સમસ્ત જગતને શ્વેત બનાવી દેતો હતો છતાં તેના શત્રુઓના મુખા પર તો કાળાશ પાથરી દેતો હતો એ એક વિચિત્રતા હતી. પણ અહો ! વિધાતાની પ્રતિકુળતા દુઃખદાયક જ છે. તેની લોકોત્તર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૬૯
Page #85
--------------------------------------------------------------------------
________________
ખડગલતા તેના શત્રુઓની સ્ત્રીઓનાં ખારાં અને કંઈક ઉષ્ણ નેત્રજળથી સિંચાતાં છતાં, સ્વાદિષ્ટ અને શીત ફળને આપતી હતી. નીતિમાન એવો. એ રાજા જેમ અન્ય જનોના અપરાધ સહન કરતો નહીં તેમ પોતાના દોષ પણ સહન કરતો નહીં. જે પોતાની ષષ્ઠીનું જાગરણ કરે નહીં તે બીજાની ષષ્ઠીને દિવસે તો શાનો જ જાગૃત રહે ? યાચકોને નિરંતર દાન આપનારો એનો દક્ષિણ કર કદાપિ પરાડમુખ થતો નહીં, પણ શત્રુને પૃષ્ટ ભાગે બાણ આપવામાં (મારવામાં) તો પરાડમુખ જ રહેતો. આશ્રય લેવા યોગ્ય પુરુષોમાં અગ્રણી એવો એ ભૂપાળ સત્ત્વનો ભંડાર હોઈ, શરણાગત દીન મનુષ્યોને, મહાસાગરે પર્વતોને ઈન્દ્રપતિ સોંપી દીધા તેમ (શત્રુને) સોંપી દેતો નહીં.
વળી એ મહીપતિ ધર્મને પિતા સમાન અને પ્રાણીમાત્ર પ્રતિ જે દયા–એને જનની સમાન ગણતો; સાધર્મિકજનો તરફ સ્નેહાળ બાંધવની બુદ્ધિએ જોતો; અને પ્રજાને પુત્ર સમાન માનતો પ્રતિદિન માતપિતાના સ્મરણ વડે તો એ વિવેકી નૃપતિ પોતાના ચિત્તને પવિત્ર કરતો; સ્વાધ્યાયરૂપી પ્રકાશવડે વાણીને, અને જિનેશ્વરભગવાનની પ્રતિમાના પૂજન વડે પોતાની કાયાને પવિત્ર કરતો હતો. અથવા એ શ્રી વદ્ધમાનસ્વામીના માતુલ (મામા)ના હું કેટલા ગુણ વર્ણવું ? રણક્ષેત્રને વિષે એક દિવસે ફક્ત એકજ બાણ ફેંકવું એવો સુદ્ધાં એને નિયમ હતો. જેમાં હેમગિરિને દક્ષિણ દિશાને વિષે ગંગા પ્રમુખ નદીઓ, તેમ આ રાજાને પૃથક પૃથક સ્ત્રીથી જન્મ પામેલી, પવિત્રતારૂપી ભૂમિવાળી, સાત પુત્રીઓ હતી. દેદિપ્યમાન આભુષણોમાંના રત્નોના કિરણોના સમૂહ વડે સર્વ દિશાઓને પ્રકાશમય કરી દેતી એ કન્યાઓ પોતાના આવાસને વિષે ફરતી ત્યારે સ્વર્ગમાં ફરતા સપ્તર્ષિતારા સમાન વિરાજી રહેતી. પણ પરમાર્થવેદી વિશાલાનો સ્વામી એમના વિવાહની ના જ કહેતો; એજ હેતુથી લોકો સેંકડો કુંભોએ (ઘડે) ન્હાતા છતાં, એક બિન્દુમાત્રનો એમને સ્પર્શ થતો નથી. તો પણ પાંચ કન્યાની માતાઓએ તો રાજાને વિવેકથી સમજાવી તેની આજ્ઞા લઈ પોતાની પુત્રીઓને પરણાવી; કેમકે ઉત્તમ
૧. હેમગિરિ-પિતા-થી દક્ષિણદિશારૂપી માતાની કુક્ષિએ ઉત્પન્ન થયેલી નદીરૂપી પુત્રીઓ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
L
૭૦
Page #86
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીઓનો એ કુળધર્મ જ છે કે સર્વ કાંઈ પતિને પૂછીને કરવું.
વીતભયા નગરીના સ્વામી શ્રીમાન ઉદાયન ભૂપતિ વેરે પ્રભાવતીનો વિવાહ કર્યો; ચંપાનગરીના રાજા દધિવાહન નૃપતિને પદ્માવતી દીધી; કૌશાંબી નગરીના અધિપતિ શતાનિક ભૂપાળની સાથે મૃગાવતીનાં લગ્ન કર્યા; ચોથી શિવા નામની કન્યાને ઉજ્જયિની નગરીના સ્વામી પ્રદ્યોતનામના નરપતિ વેરે પરણાવી, અને જ્યેષ્ઠાને શ્રીમાન્ મહાવીરતીર્થંકરના મોટાભાઈ નંદિવર્ધનને દીધી. બાકીની બે સુજ્યેષ્ઠા અને ચલ્લણાકુમારી રહી. અંગે ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરીને તે બંને હસ્તને વિષે પોથીઓ રાખી ફરવા લાગી અને માંહોમાંહે એકબીજાથી શ્રેષ્ઠ હોવાનું અભિમાન કરવાને લીધે જાણે સરસ્વતી અને લક્ષ્મી હોય એવી જણાવા લાગી. જવું-આવવું-બેસવું-ચૈત્યપૂજા કરવી-પ્રતિક્રમણ કરવાં, એવાં એવાં જેમનાં મુખ્ય કૃત્યો છે એવી તે ઉભય બાળાઓ એકબીજાની પ્રતિબિંબ હોય નહીં તેમ નિત્ય સાથે જ રહીને કલા ગ્રહણ કરવા લાગી.
એકદા હંસીઓથી ભરેલા એવા સરોવરને વિષે બકી (કાગડી) આવે તેમ, ચેટકરાજાની કુમારીઓના આવાસમાં એક વૃદ્ધ કુતાપસી આવી. મરૂગ્રામની સભાને વિષે હોય નહીં તેમ, આ કન્યાઓની પાસે તે આ પ્રમાણે કહેવા લાગી-જળશુદ્ધિ એજ ધર્મનું મૂળ છે; તે વિના સર્વ જગતુ ભ્રાન્તિમાં પડ્યું છે. જુઓ ! કોઈ હસ્તને વિષે દંડના આયુધવાળા, તે લીની જેવા મલિન વસ્ત્ર પહેરનારા, ચક્ર ધારણ કરનારા, અને મુખે વસ્ત્ર રાખનારા, કેશલેશન કરાવીને કલેશ પામે છે; તો બીજાઓ, ઘેલા માણસની પેઠે ઊભા ઊભા ભોજન લે છે અને નગ્ન રહી સંતાતા ફરે છે. કેટલાએક પોતાના શરીરને ખરની પેઠે ભસ્મવાળું કરે છે અને જટાને વિષે વૃથા ભાર વહન કરે છે, તો બીજાઓ સ્ત્રીઓની પેઠે કટિભાગે વસ્ત્ર પહેરી ગોપાળની જેમ ગોકુળને વિષે ફર્યા કરે છે. કેટલાએક વળી અન્નના અર્થી હસ્તને વિષે વૃથા ભાર વહન કરે છે; તો બીજાઓ સ્ત્રીઓની પેઠે કટિભાગે વસ્ત્ર પહેરી ગોપાળની જેમ ગોકુળને વિષે ફર્યા કરે છે. કેટલાએક વળી અન્નના અર્થી હસ્તને વિષે ભાંગેલા માટીના પાત્રને લઈને રંકભાવ ધારણ કરે છે. પણ એ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૭૧
Page #87
--------------------------------------------------------------------------
________________
સર્વની જલશુદ્ધિ વિનાની ચેષ્ટાઓ ફોતરાં ખાંડવા જેવી (વૃથા) છે.
એ સર્વ સાંભળીને, શાસ્ત્રને વિષે તીક્ષ્ણ બુદ્ધિવાળી સુજ્યેષ્ઠાએ તેને કહ્યું-અરે તાપસી ! તું સ્મશાનને વિષે રહી છો તેથી તને આ વાયુ થયું છે ? કે ઘેલી બની ગઈ છો ? અથવા તને સન્નિપાત થયો છે ? બલિષ્ટ ગ્રહોએ તારું ગ્રહણ કર્યું છે ? તને કોઈએ ઠગી છે ? અથવા વૃદ્ધાવસ્થાને લીધે તું કંઈ ચળી ગઈ છે ? કે જેથી તું આવી વિપરીત વાત સમજાવે છે ? તું “જલશુદ્ધિ એજ ધર્મ” એમ જે કહે છે તે સત્ય નથી. શુદ્ધિ તો પાંચ પ્રકારે છે-પ્રથમ દયાશુદ્ધિ, બીજી સત્યવચનશુદ્ધિ, અને ત્રીજી તપઃશુદ્ધિ છે; ચોથી શુદ્ધિ પોતાની ઈન્દ્રિયો ઉપર વિજય મેળવવો એ છે; અને જળશુદ્ધિ તો છેલ્લી છે. એ ચાર શુદ્ધિ વિના જળશુદ્ધિ ગમે એવી રીતે કરે તોપણ પાપરૂપી પંકથી લેપાયલો આત્મા મધના પાત્રની જેમ શુદ્ધ થતો જ નથી. હે દુષ્ટ બુદ્ધિવાળી ! જો જળને વિષે પડી તેને ખૂબ મંથન કરવાથી જ ધર્મ સધાતો હોય તો તો જળમાં જ રહેનારા શિશુમાર-મત્સ્ય-બક આદિ પ્રાણીઓ સૌથી પ્રથમ સ્વર્ગે જાય. જો જળથી જ પરલોકસિદ્ધિ થાય છે તો તેં આવો દંભરૂપ પાખંડ કેમ આદર્યો ? દેડકીની પેઠે નદીના જળમાં તું કેમ નથી પડી રહેતી ? પવિત્ર અને માનયુક્ત જળથી શુદ્ધિ કરી જિનોપદિષ્ટ માર્ગને વિષે પ્રવર્તનાર પ્રાણીઓ જ સંસારસાગરને તરી જાય છે; પણ તારા જેવા પ્રાણીઓ તો બીજાઓને સાથે લઈને ડુબે છે.
એ સાંભળીને તાપસીમાં તો ઉત્તર આપવાનું સામર્થ્ય રહ્યું નહીં; તેનું ચિત્ત વિલક્ષ બની ગયું; અને તેણે મૌન ધારણ કર્યું: કારણ કે જગને વિષે સૂર્યની પ્રભા સ્ફુરાયમાન થાય એટલે પતંગીઆની કાન્તિને ક્યાંથી અવકાશ મળે ? પછી પોતાની સ્વામિનીના મતનો વિજય થયો તેથી હર્ષ પામેલી અંતઃપુરની દાસીઓ શોર મચાવી મૂકી પરસ્પર તાળી દેવા લાગી, અને નાનાં બાળકો કોઈ ઘેલી થઈ ગયેલી સ્ત્રીને હસે તેમ, મોટેથી તેનો ઉપહાસ કરવા લાગી; એટલું જ નહીં પણ, એમ થવાથી નિસ્તેજ થઈ ગયેલા મુખવાળી તે તાપસીને સાપણની જેમ કંઠેથી પકડીને બહાર કાઢી મૂકી: બિચારી દુઃખી તો હતી તેને વળી વધારે દુ:ખી કરવાને ચુંટવા માંડી (પડ્યા ઉપર પાટુનો માર પડ્યો). આમ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૭૨
Page #88
--------------------------------------------------------------------------
________________
થવાથી તે વિચારવા લાગી – અહો ! એમણે પણ મારો તિરસ્કાર કર્યો? રાજાની આવી વિદ્વાન ગણાતી પુત્રીએ મને શા માટે આ પ્રમાણે કાઢી મૂકાવી ? પોતે વિદ્વાન છે માટે મારા જેવી ભોળા સ્વભાવવાળીને તો તે કશા લેખામાં ગણતી નથી; માટે જો હું એને શિક્ષા ન કરું તો ભિક્ષા સિવાય હું કંઈ જાણતી જ નથી (એમ સમજવું.) પણ એને કયે. પ્રકારે સારી રીતે શિક્ષા અપાય ? હા, સમજાયું. એને અનેક સપત્નીઓને વિષે નાખું; કારણ કે સ્ત્રીઓને એ મોટું દુઃખ છે.” એમ વિચારીને એણે એક છબિ આલેખનારીની પેઠે તે રાજકુમારીનું રૂપ એક પટપર આલેખી લીધું.
પછી વિધાતાના સર્વ નિર્માણના સારરૂપ એવા એ રૂપને તેણે જઈને શ્રેણિકરાજાને બતાવ્યું. એ મહીપાળ પણ પટમાં ચિત્રલી આકૃતિને નિહાળીને અન્ય સર્વ સ્ત્રીસમાજને વિરૂપ જ ધારવા લાગ્યો અને તેને વિષે જ એકતાન થઈ વારંવાર શીર્ષ ધુણાવતો ચિત્તને વિષે સંતોષ પામવા લાગ્યો. સ્નિગ્ધ અને ભ્રમર સમાન નીલ એવો જે એનો કેશપાશ છે તે જાણે, તેણીએ પોતાના સ્વર વડે મયૂરને જીતીને, તેની પાસેથી, સુભગ સ્ત્રીઓના અભિમાનરૂપી વિષને ઉતારવાને, આગ્રહ કરીને, તેનો કળાપ લઈ લીધો હોય નહીં (એવો સુંદર જણાય છે) !
એના અત્યંત ગોળ મુખને જોઈને, પૂર્ણિમાનો ચંદ્રમા તો એવી રીતે ભગ્ન થઈ ગયો કે કથંચિત કૃષ્ણપક્ષ પામીને પણ તે દિવસે કૃશ. થતો જાય છે. એના નવનીત અને રૂ સમાન સુકોમળ બાહુ જાનુ પર્યન્ત પહોંચેલાં છે, તે જાણે પરાજય પામવાથી પલાયમાન થઈ જતી રતિ અને પ્રીતિને કેશવતી પકડી લેવાને જ હોય નહીં ! આણે નિશ્ચયે કોઈ બે લોકની સ્ત્રીઓ પર વિજય મેળવ્યો જણાય છે; નહીં તો પ્રજાપતિ પાસેથી એને પુષ્ટ પયોધરના મિષે બે સુવર્ણ-કુંભ શેના મળે ? અહો ! એના અતિકૃશ એવા ઉદરે પણ ત્રણ રેખા પ્રાપ્ત કરી છે ! પણ એમાં આશ્ચર્ય નથી; કારણ કે આ લોકમાં સ્થૂલતાથી કંઈ પણ મળતું નથી; મધ્યસ્થતા એજ અભ્યદયનો હેતુ છે. આનો અપ્રતિમ નિતમ્બભાગ કોઈ ખરેખર મૃદુ-વિશાલ-અને ઉન્નત છે; નિશ્ચયે એજ સ્થળરૂપી દુર્ગ પર રહીને કામદેવરૂપી ભિલ્લ નિરંતર યુવાનોને (બાણથી) વધે છે. નિરંતર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૭૩
Page #89
--------------------------------------------------------------------------
________________
ફળદાયી અને અતિ સત્ત્વવાળા એવા એના ઉરૂને, સારરહિત મધ્યભાગવાળા અને એક જ વાર અભ્યફળને આપનારા એવા કદલીવૃક્ષની ઉપમા કેવી રીતે અપાય ?
જ્યાં સુધી આ સ્ત્રીના વિશાલ નેત્રો અને મૃદુ તથા સરલ જંઘા જોઈ નથી ત્યાં સુધી હરિણીઓ ભલે હર્ષમાં પોતાના પુચ્છ હલાવે અને આકાશને વિષે કૂદકા મારે. વળી એના રક્ત અને અતિશય કાન્તિ વડે સંવર્મિત એવા ચરણોને યુદ્ધ કરવા ઉતરેલા જોઈને જ જાણે એના શત્રુ કમળો જળ દુર્ગમાં પેસી ગયા હોય નહીં. (અહો ! એમનો યુદ્ધ ભય હજુ પણ ગયો નથી.) આમ એનું રૂપ અવસ્યું છે, એનું સૌંદર્ય અમાનુષ છે અને એનું લાવણ્ય અપૂર્વ છે ! અથવા તો આનામાં સર્વ કંઈ લોકોત્તર જ છે (આ લોકમાં ન હોય તેવું છે). ત્રણે જગતને વિષે મહાન સ્ત્રીમંડળને ઉત્પન્ન કરતા વિધાતાના શિલ્પની અહીં જ (આ રૂપમાં જ) પરાકાષ્ટા છે; જાણે કે યોગનો અનેકવાર અભ્યાસ કરનારા યોગીનું જ્ઞાન પરાકાષ્ટાએ પહોંચે છે તેમ.
આ પ્રમાણે, વૃદ્ધા તાપસીએ આણેલા પટ્ટમાં ચિત્રેલું રૂપ ધારી ધારીને નિહાળી રહી શ્રેણિક મહારાજા તેને પૂછવા લાગ્યો- આ તારી છબી શેની છે ? લાવણ્ય અને સૌભાગ્યના નિધિરૂપ એવી આ મૃગાક્ષી કોઈ ઉત્તમ કવિએ કલ્પલી મહાકથા જેવી કલ્પના છે કે રામકથા જેવી સત્ય વાત છે ? પેલીએ ઉત્તર આપ્યો-હે નૃપતિશિરોમણિ શ્રેણિકમહારાજા ! એ જેવી હોય તેવી જ આલેખવાનું કોનામાં સામર્થ્ય છે ? વિધાતાના હસ્તથી પણ તે ઘુણાક્ષરન્યાયે જ આવું રૂપ પામીને બહાર પડી છે. સવિશેષ રાગ ઉત્પન્ન થવાથી તેણે પુનઃ પૂછ્યુંજેમ શચી (ઈન્દ્રાણી) સ્વર્ગને અલંકૃત કરે છે તેમ આ મનોહર નારી તેના ચરણકમળ વડે કઈ નગરીને અલંકૃત કરે છે ? તથા સીતાનો જેમ જનક તેમ એનો કોણ પિતા છે ? તથા અસંખ્ય પુણ્યના ભાજપના એવા કોઈ મરે એનો કર ગ્રહણ કરેલો છે કે નહીં?
એટલે એ તાપસી સદ્ય ફરાયમાન અને તાર સ્વરે હર્ષ સહિત
૧. અજાણતાં.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #90
--------------------------------------------------------------------------
________________
કહેવા લાગી - હે નરેન્દ્ર ! એ નામે અને ગુણે “સુજ્યેષ્ઠા’ એવા નામથી જગતને વિષે વિખ્યાત છે. મહામૂલ્યવાન મણિથી સુવર્ણની મુદ્રા શોભી ઉઠે છે તેમ એનાથી વૈશાલિકા નામની નગરી દીપી રહી છે; અને અમૃતનો જેમ ક્ષીરસમુદ્ર જનક છે તેમ એનો ચેટકનૃપતિ જનક છે. એ હજુ કુમારી છે, તેજ બહુ સારું છે; પણ લક્ષ્મી જેવી એ સ્ત્રીનો હવે કયા ઉત્તમ પુરુષની સાથે સંબંધ થશે તે હું જાણતી નથી; કારણ કે વિધાતાની વૃત્તિ અન્ય કોઈને આધીન નથી. જો તમે એનો કર નહીં પ્રાપ્ત કરો તો તમે પૃથ્વીનો કર ગ્રહણ કર્યો છે તે વૃથા છે; કારણ કે એનું ફળ જે વિષયોપભોગ તે સ્ત્રીથી જ છે; અને સ્ત્રી જોઈએ તો આ સ્ત્રી જ શ્રેષ્ઠ છે. હે રાજન ! તમારું રાજ્ય લક્ષ્મીથી પૂર્ણ છે; પણ જ્યાં સુધી સુજ્યેષ્ઠા નથી ત્યાં સુધી વૃતની ધારા વિનાના ભોજનની પેઠે, તે સર્વ સ્વાદરહિત છે.” પછી શ્રેણિકરાજાએ તેને, વસ્ત્રાદિથી સંતોષી વિસર્જન કરી ? કારણ કે જેવો તેવો માણસ પણ ઈચ્છિત અર્થ નિવેદન કરનારની ભક્તિ કરે છે તો પૃથ્વીનો સ્વામી કરે તેમાં તો શું કહેવું ?
હવે એ તાપસી ગયા પછી, રાજાએ પોતાના અંગીભૂત એવા એક ચતુરદૂતને ચેટકરાજાની પાસે મોકલ્યો; કારણ કે પ્રયોજનના અર્થી જનો. ફક્ત ઉપાય કરે છે; પણ સિદ્ધિ થવી ન થવી એ દેવાધીન છે. તે દૂત શ્રેણિકભૂપતિના મનની સાથે વિશાલાનગરીમાં જઈ ત્યાંના રાજાને નમન કરી શ્રેણિકરાજાનો સંદેશો યથાવત કહેવા લાગ્યો. કારણ કે દૂતનો ધર્મ ફુટ રીતે એવો જ છે. દૂતે કહ્યું- હે નરેન્દ્ર ! અમારો શ્રેણિક મહીપતિ આપની પાસે ગૌરવ સહિત આપની કન્યા સુજ્યેષ્ઠાની પ્રાર્થના કરે છે અથવા સર્વ રાજાઓનો ચિરકાળથી આદરાયેલો એજ માર્ગ છે. શ્રેણિક નરપતિ સમાન વિશ્વનો એકવીર, ભાગ્યવાનું અને ધૈર્યવાન વર મળતો હોય તો પછી શું અધૂરું રહ્યું ? કારણ કે કન્યાજન છે તેને જેને તેને આપવી તો પડશે જ. હે મહારાજા ! જળયુક્ત મેઘને વિષે ઝબકારા કરતી વિદ્યુત જેવી શોભે છે તેવી જ આ આપની કન્યા શ્રેણિકરાજાના સંબંધથી શોભશે. માટે આ સંબંધ બહુ ઉચિત છે.
એ સાંભળીને ચેટકરાજાએ કહ્યું - હે દૂત ! તારો સ્વામી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૭૫
Page #91
--------------------------------------------------------------------------
________________
વાહીકગોત્રનો છતાં હૈહયવંશની કન્યાની યાચના કરે છે. તો તે પોતાને (-ની જાતને) ભૂલી ગયો જણાય છે; કારણ કે લીંબડાને વૃક્ષે કલ્પલતા શોભે ખરી ? પદ્મરાગમણિ રૂપાની મુદ્રિકાને વિષે શોભે ખરું ? માટે તારા સ્વામીના ગુણનું વર્ણન હવે બંધ કર; તેના કુળ ઉપરથી જ તેના ગુણ જણાઈ આવે છે. માટે હું મારી પુત્રી આપવાનો નથી; જે પગે તું આવ્યો છું તે પગે જ પાછો ચાલ્યો જા. આવું સાંભળીને એ દૂત, (કંઈપણ વૃદ્ધિ કર્યા સિવાય) પોતાનું મૂળ દ્રવ્ય લઈને વણિપુત્ર જાય તેવી રીતે, જેવો આવ્યો હતો તેવો પાછો ગયો. તેની પાસેથી નિષેધની વાત સાંભળીને મગધાધિપતિ વિષાદ પામ્યો. કહ્યું છે કે એકેક આશા સારી પણ એક સામટી પચાસ નહીં સારી.
એ વખતે હાથમાંથી એક અમૂલ્ય મણિ ગુમાવનાર પુરુષની પેઠે અતિવિષાદમાં પડેલા પિતાને જોઈને અભયકુમારે નમન કરીને પૂછ્યુંહે તાત ! આપનું મુખકમળ આજે કેમ નિસ્તેજ જણાય છે ? પિતાએ તે પરથી કહ્યું-હે પુત્ર ! ચેટકરાજા ઘણી પ્રાર્થના કર્યા છતાં પણ પોતાની કન્યા આપવાની ના કહે છે; જેના હાથમાં એ જશે તે વિજયી સમજવો. એ સાંભળી અભયકુમારે કહ્યું-પિતાજી ! એમાં ખેદ શા માટે કરો છો ? હજુ તો હું બેઠો છું; તો કલ્પવૃક્ષ સમાન એવા આપની કૃપાથી, આપના ઈચ્છિતની શીઘ્રપણે સિદ્ધિ થશે એવા પ્રયત્ન હું કરીશ. એમ કહી સર્વ કળાઓના નિધિ અને આકાશરૂપી વિમાનને વિષે સૂર્ય સમાન એવા અભયે પોતે સઘ એક પટને વિષે પિતાની યથાસ્વરૂપ છબિ આલેખી. પછી ગુરુજનના કાર્યને અર્થે ઉપાય શોધનારા પુત્રે, પોતે કોઈ સ્થળે પૂર્વે જોયેલા ગુટિકાના પ્રયોગથી પોતાનો સ્વર અને વર્ણ બદલ્યો; કારણ કે વૃત્તિને સારી રીતે ગુપ્ત રાખ્યાથી જ કાર્યસિદ્ધિ થાય છે.
પછી એ વણિકો વેષ લઈને વૈશાલિકા નગરીએ ગયો; કારણ કે એવો આચાર પાળ્યા વિના સામા માણસને બરાબર છેતરી શકાતા નથી. બુદ્ધિસાગર રાજપુત્રે ત્યાં રાજાના અંતઃપુરની પડોશમાં જ એક દુકાન લીધી; કારણ કે લોકને વિષે પણ, લોહચુંબક મણિ દૂર રહીને કદિ પણ લોહને આકર્ષણ કરી શકતું નથી. તે દુકાનમાં તેણે, અંતઃપુરની દાસીઓને ખપની વસ્તુઓનો સારો જમાવ કર્યો, અથવા તો દાનરૂપી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૭૬
Page #92
--------------------------------------------------------------------------
________________
જળ વડે સિંચાવાથી કલ્પલતા માણસોને અતિ ફળદાયક થાય છે.
પછી જ્યારે જ્યારે પેલી દાસીઓ ત્યાં કંઈ લેવાને આવે ત્યારે અભયકુમાર પેલી ભુપતિની છબિની મહા આદરસહિત પૂજા કરે; અથવા તો કઈ કનિષ્ટદશાને વિષે પણ એવા મોટા પુરુષોની ચેષ્ટા નથી શોભતી ? એ જોઈ પેલી દાસીઓએ પૂછ્યું-શેઠ ! તમે હંમેશાં દેવના જેવી ભક્તિથી આ કોની પૂજા કરો છો ? અભયે કહ્યું-ભાગ્યશાળી એવા આ મારા સ્વામી શ્રેણિકરાજા છે. એટલે પેલીઓએ તે છબિ જોવા લીધી અને જોઈને કહેવા લાગી-અહો આનું રૂપ કામદેવને પણ જીતી લે એવું છે. એનો વર્ણ સુવર્ણને પણ નિસ્તેજ કરી નાંખે એવો છે. અહો ! એનું પુણ્ય અને લાવણ્ય અગણિત છે. અભયે કહ્યું–બાઈઓ ! એ જેવા રૂપવંતા છે એના એકસોમે અંશે પણ આ છબિમાં આલેખાયા નથી. વિધાતા પણ એને કાકતાલીય-ન્યાયથી (અણધાર્યા) આવા બનાવીને વિસ્મિત થયા છે. એમણે પોતાના શૌર્યગુણ વડે સિંહનો પરાજય કર્યો છે, અવર્યુ એવા ગર્વિષ્ટ સ્વભાવે કરીને નાગને નિસ્તેજ કરી નાંખ્યો છે, ગાંભીર્ય ગુણ વડે મહાસાગરની કીર્તિ હરી લીધી છે, અને ધૈર્યગુણ વડે, ગતિવાળી પૃથ્વીને ધારણ કરી રાખનાર એવા ભીષ્મપિતા પર પણ વિજય મેળવ્યો છે. વધારે શું કહું ? ત્રણે જગતને વિષે જે જે સદગુણો છે તે સર્વેએ એકસામટો એનામાં વાસ કર્યો છે; જેવી રીતે સૂર્ય-ચંદ્ર-નક્ષત્રગ્રહ અને તારાઓ સર્વ સાથે આકાશને વિષે વાસ કરી રહ્યા છે તેમ.
આ બધું જોઈ તથા સાંભળીને દાસીઓએ સુજ્યેષ્ઠા પાસે જઈને કહ્યું- હે સ્વામિની ! એક વણિકશ્રેષ્ઠીની પાસે અમે એક પટમાં આલેખેલું પુરુષનું રૂપ જોયું તેવું રૂપ ભૂતકાળને વિષે નહોતું-ભવિષ્યને વિષે પણ થવાનું નથી. તે સાંભળીને ચેટક-રાજપુત્રીને તે રૂપ જોવાની તીવ્ર અભિલાષા થઈ; કારણ કે એવી વયે એવી અપૂર્વદષ્ટ વસ્તુ જોવાને કોનું મન ઉત્સુક ન થાય ? એટલે તેણે પોતાની સખી સમાન એવી એક મુખ્ય દાસીને તે લઈ આવવાનું કહ્યું; કારણ કે ગુપ્તવાત જેની તેની પાસે કહેવાય નહીં. તે દાસી પણ રાજપુત્ર પાસે જઈને ચિત્રપટની યાચના કરવા લાગી-મારી બાઈને એ જોવાની બહુ ઈચ્છા થઈ છે; કારણ કે જોવા લાયક વસ્તુને જોવી એજ નેત્રો પામ્યાનું ફળ છે, પણ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૭૭
Page #93
--------------------------------------------------------------------------
________________
મગધ રાજપુત્રે કહ્યું-ભદ્રે ! હું તે આપી શકતો નથી; કારણ કે તમે સર્વે એકઠી થઈને એની અવજ્ઞા કરો; અને વળી મારું સર્વસ્વ એજ છે. દાસીએ કહ્યું-તમારી બહેન હોય ત્યાં કદિ પણ એવું થાય ? હું જાતિએ દાસી છું, પણ કમેં દાસી નથી; માટે ભાઈ ! કૃપા કરીને એ મને ઝટ આપો. હે દાક્ષિણ્યના સમુદ્ર ! ક્વચિત કોઈ સ્થળે વાણીથી પ્રતિષેધ કરવામાં આવે છે પરંતુ મેં તો તે જોઈ છે માટે હું મારી બાઈની પાસે ખરી ઠરું એમ કરો.
અભયે પણ વળી એને કહ્યું-જો એમજ હોય તો તું આ ભલે લઈ જા; હું એ અન્ય કોઈને નથી આપતો; પણ તારા જેવા યોગ્ય જનને આપવામાં મને કંઈ અડચણ નથી. દાસી પણ એ લઈ હર્ષ પામતી. પોતાની બાઈ પાસે ગઈ, સ્પર્ધા કરતી હોય નહીં તેમ, આલેખાઈ ગઈ. નિશ્ચયે, દષ્ટિએ કોઈ ઉત્તમ ગુરુની પાસે શ્રદ્ધાપૂર્વક કામણનો અભ્યાસ કર્યો છે; નહીં તો બીજી ઈન્દ્રિયરૂપી પત્નીઓને મૂકીને ચિત્તરૂપી પતિ એને વિષે (એ દષ્ટિને વિષે) કેમ લીન થાય ? પછી એ ગુપ્ત રીતે દાસીને કહેવા લાગી-તિલોત્તમા ! જેમ દેવતાઓના સ્વામી ઈન્દ્રને વરી હતી, તેમ હું પણ આ સૌભાગ્યવંત, રૂપવાન અને લાવણ્યના સાગર એવા મહીપતિને વરીને મારો જન્મ સફળ કરીશ. તોપણ જો દેવયોગે. હું એમનો કર ગ્રહણ કરવાને ભાગ્યશાળી નહીં નીવડું, તો ભોગ સર્વે ભોગિની ભોગ જેવા થાઓ. માટે જો તને મારા ઉપર સ્વામિભાવનું મમત્વ હોય તો હું તેનો ઉપાય ચિંતવ. અથવા તો એ વણિકશ્રેષ્ઠી પોતે જ એનો ખરો ઉપાય જાણતો હશે અને કરશે; કારણ કે એનો સંબંધ ઉદય ઉપર છે; શું સૂર્ય પ્રકાશને અર્થે નથી ?
આ પરથી દાસી વણિકશ્રેષ્ઠીના વેષમાં રહેલા અભયકુમાર પાસે ગઈ અને તેને કહેવા લાગી-જેમ રૂક્મિણીનો વિષ્ણુ ઉપર રાગ બંધાયો હતો તેમ મારી બાઈનો આપના રાજા તરફ રાગ બંધાયો છે અને તેની પત્ની થવાને ઈચ્છે છે. માટે આપ અમારું એટલું કાર્ય કરો અને એ અમારી બાઈ પણ એ રાજાને પતિ તરીકે મેળવીને આનંદ પામો.
૧. સર્વે ભોગોપભોગ ભોગિ-સર્પ-ની ભોગ-ફણાની જેમ દૂર રહો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #94
--------------------------------------------------------------------------
________________
એટલે અભયકુમારે કહ્યું-એ તારું કહેવું યોગ્ય છે; કારણ કે મુક્તા (મોતી) તો સુવર્ણના કુંડળને વિષે જ (જડાયેલું) શોભે છે. પણ અહીં આપણે દૃઢ પ્રતિજ્ઞા કરવી જોઈશે; કે જેથી આપણું કાર્ય કુશળતાથી પરિપૂર્ણ થાય; જો આદરીને ત્યજી દઈએ તો નિશ્ચયે આત્મહાનિ થાય અને વળી સર્વ લોકો ઉપહાસ કરે.
હું એક ઉત્તમ સુરંગ ખોદાવીશ, અને તે માર્ગે નૃપતિને પ્રવેશ કરાવીશ; અને તારી સ્વામિની એમને રથમાં બેઠેલા જોઈને, પદ્મિની સૂર્યને જોઈને વિકાસ પામે તેમ, વિકાસ પામશે. તે તેમને જોશે કે તરત, ચિત્રને અનુસારે, પહેલેજ ક્ષણે ઓળખી કાઢશે; એટલે પછી તેણે, મયૂરી દેવતાઓના મહેલના શિખર પર ચઢી જાય તેમ, શીઘ્રપણે રથને વિષે બેસી જવું. એમ કહીને અભયકુમારે તે દાસીને સંકેત આપ્યો કેપુણ્યોદય એવા અમારા રાજા પોતે અહીં અમુક દિવસે-અમુક પહોરે અને અમુક ક્ષણે આવશે. આ સર્વ વાત દાસી રાજકુમારીને નિવેદન કરી આવી ને અભયકુમારને કહેવા લાગી-આપનું વચન જ અમને પ્રમાણ છે; કારણ કે અનેક ચિત્તથી કાર્યસિદ્ધિ થતી નથી. પછી અભયકુમારે શ્રેણિકભુપતિને સમાચાર કહેવરાવ્યા કે “ચેટકરાજાએ જેનો નિષેધ કર્યો હતો તેને હું લાવ્યો છું. પછી રાજપુત્રે પોતાના માણસો પાસે ત્વરાથી ઉત્તમ સુરંગ ખોદાવી, કારણ કે અન્યજનોને જે કાર્યમાં મહિના ને મહિના થાય તે કાર્ય રાજાઓને તેટલા દિવસમાં થાય છે.
તે દિવસથી નિત્ય મગધાધિપતિ શ્રેણિક મહીપાળનું સ્મરણ કરતી ચેટકરાજપુત્રી સુજ્યેષ્ઠા, રાત્રિને વિષે ચક્રવાક અને ચક્રવાકી પીડાય તેમ, તાપે પીડાવા લાગી. હિમ-હાર-ચંદ્રમાના કિરણો-કમળ પુષ્પોમૃણાલના તંતુઓ-ઉત્તમ ચંદનનો લેપ-ચંદ્રચૂર્ણથી ઘર્ષણ-એવા એવા શીતઉપચારોથી તો એને ઊલટો વિશેષ દાહ થવા લાગ્યો-જેમ રસજ્વરથી પીડાતાને થાય તેમ. રાત્રિએ કે દિવસે, શયનને વિષે કે બહારના ગૃહને વિષે, અન્ય સ્ત્રીઓના સાથમાં કે એકલાં રહેવાથી પણ તેને ક્ષણ માત્ર ચેન પડતું નહીં; કારણ કે કામકૃતવિકાર દુ:ખદાયક છે. પેલી દાસી તેને સમજાવવા લાગી-બાઈ સાહેબ ! ધીરા થાઓ, મોહ ત્યજી દો; આપણી મનકામના સિદ્ધ થશે-એમ હું માનું છું, કારણ કે એ વણિક્ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૭૯
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી વિશ્વાસપાત્ર દેખાતો હતો. હે સ્વામિની ! આપ ઉત્તમ વિચારવાળા રાજપુત્રી છો, વિદ્વાન છો; તમારે વિયોગી સ્ત્રોની ચેષ્ટા બતાવવી એ સારું નથી. કારણ કે કાર્ય ગુપ્ત રાખવું છે તેને એ પ્રકાશમાં લાવી દેશે. આવું દાસીનું સુયુક્તિવાળું વચન સાંભળીને સુયેષ્ઠા પુનઃ પોતાના મૂળભાવ (સ્વભાવ) તરફ વળી; કારણ કે અમૃતવલ્લી શુષ્ક થઈ ગઈ હોય તોપણ પુનઃ જળથી સિંચાય તો પાછી તાજી થાય છે.
હવે કુમારે રાજાને સંકેતને દિવસે પહોંચાય એવી રીતે બોલાવ્યા. એટલે એ પણ ત્યાંથી મનને વેગે ચાલ્યો; અથવા તો સ્વાર્થને વિષે ત્વરા કોણ નથી કરતું ? સુલતાના પુત્રો જેવા પાછળ ચાલનારા અંગરક્ષકો સહિત માર્ગને વિષે પ્રયાણ કરતા શ્રેણિકરાજાને, જોઈને જ જાણે દિગપાળો દશ દિશાને વિષે જતા રહ્યા છે ! એ બત્રીશે જણને સાથે લઈને વીરરૂપ એવા એ ભૂપતિએ સુરંગને વિષે પ્રવેશ કર્યો તે જાણે વ્યંતર દેવાધિપતિઓનો પરાજય કરીને તેમને સ્થાને એમને (એ બત્રીશ સુલસાપુત્રોને) સ્થાપવાને અર્થે જ હોય નહીં ! ક્ષણમાત્રમાં, સંકેત કરી રાખેલે સમયે, રાજગૃહનગરીનો સ્વામી (શ્રેણિક) સુરંગના મુખા પાસે પહોંચ્યો; જેવી રીતે ચૈત્રમાસની પૂર્ણિમાએ પદ્મદ્રહને વિષે સુવર્ણનું કમલ આવે છે તેવી રીતે. તેને જોઈને ચેટકરાજપુત્રી ચિત્રના અનુસાર સારી રીતે ઓળખી, ચકોરી ચંદ્રબિંબને જોઈને હર્ષ પામે તેમ, અત્યંત હર્ષ પામી કહેવા લાગી-પટને વિષે જેવું રૂપ મેં જોયું હતું તેથી આ રેખામાત્ર પણ ન્યૂન નથી; કારણ કે હવે એ, એક બિંબના, દર્પણને વિષે પડેલા પ્રતિબિમ્બની પેઠે, પ્રત્યક્ષ દેખાય છે.
હવે આ વખતે સુજ્યેષ્ઠાએ પોતાની સર્વ હકીકત યથાવત ચલ્લણાને નિવેદન કરી; કારણ કે પોતાની પરમસખી થકી જ્યારે રહસ્ય ગોપવવું ન જોઈએ, ત્યારે સહોદરા બહેન થકી તો શા માટે જ ગોપવવું ? એટલે ચલ્લણાએ તેને કહ્યું-જો એમ હોય તો હું પણ તારી સાથે આવીશ; અહીં જેમ આટલા દિવસ સાથે જ નિર્ગમન કર્યા છે તેમ હવે પછી પણ થાઓ; કારણ કે ભાખંડ પક્ષીના જોડલાં કદિપણ જુદાં પડે છે? એ સાંભળી અંગે હર્ષથી રોમાંચિત થતી સુજ્યેષ્ઠા ચેલ્લણાને કહેવા લાગી–તે આ વિચાર કર્યો તે તારી બહેન પરત્વે (અર્થાત મારી પરત્વે)
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
co
Page #96
--------------------------------------------------------------------------
________________
બહુ સારો વિચાર કર્યો છે; ચિત્રા અને સ્વાતિનો એક સાથે ઉદય થાય એ શું ઈચ્છા યોગ્ય નથી ? પછી તે (સુજ્યેષ્ઠા) ચેલ્લણાને રથમાં બેસાડીને પોતે પોતાનાં આભરણ લેવા ગઈ; કારણ કે મહાન્ જનો નાના બંધુને સુખી કરીને પછી જ પોતાના કાર્યનો આરંભ કરે છે.
એ વખતે નાગસારથિના પુત્રો રાજાને કહેવા લાગ્યા-હે દેવ ! શત્રુના સ્થાન કરતાં વિષ સારું; માટે સર્પના ધામ જેવા આ સ્થળને વિષે વધારે વખત રહેવું સારું નથી. વળી, આ કુમારિકા પણ રથને વિષે આવીને બેઠી છે; માટે મહારાજ ! હવે ચાલો આપણા નગર પ્રત્યે જઈએ; કારણ કે સુજ્ઞજન, કાર્યસિદ્ધિ થયે છતે, વૈરિજનને ફાવવાનો પ્રસંગ આપતા નથી. તે સાંભળી શ્રેણિકરાય પણ, રથમાં સુજ્યેષ્ઠા જ બેઠી છે એમ માની, સમુદ્રના તટ થકી જળનો પ્રવાહ પાછો વળે તેમ, સુરંગના મુખથકી પાછો વાળી જે માર્ગે આવ્યો હતો તે માર્ગે ચાલી નીકળ્યો. એટલામાં રત્નાભૂષણોનો કરંડિઓ લઈને સુજ્યેષ્ઠા આવી. પણ તેણીએ, પૃથિવીને વિષે ગુમ થઈ ગયેલા નિધાનની પેઠે, ત્યાં મગધનાથને જોયો નહીં તેથી હૃદયને વિષે બહુ વિષાદ પામી અને બોલી-પતિને અર્થે ઉપાય મેં કર્યો; પણ તે, રામનું સ્વપ્ન ભરત ને ફળ્યું તેમ, ચેલ્લણાને ફળ્યો. મને આવા ઉત્તમ પતિનો યોગ તો થયો નહીં; પણ ઊલટો બહેનનો વિયોગ થયો. નિર્ભાગી વણિજનને લાભ થવો બાજુએ રહે તો પણ ઊલટી મૂળ દ્રવ્ય (મુડી)માં હાનિ થાય-એના જેવું જ મારે થયું.
આ આમ વિચાર કરે છે એ વખતે નાની બહેનના વિરહના દુ:ખે દુ:ખી થતી મોટી બહેને પોકાર કર્યો-સમુદ્રના મંથન સમયે દૈત્યો સુધાને (અમૃતને) લઈને જતા રહ્યા હતા તેમ આ વખતે શત્રુઓ ચેલ્લણાને હરી જાય છે. એ સાંભળી બખ્તર ધારણ કરી તૈયાર રહેલા ચેટકનરપતિને પ્રણામ કરી, તેનો વીરંગક નામનો સારથિ કહેવા લાગ્યો-હજુ હું વિધમાન છતે આપને આ કાર્યને વિષે આ ઉપાધિ કેવી ? હે દેવ ! મને આજ્ઞા કરો એટલે હું ક્ષણમાત્રમાં શત્રુઓનો પરાભવ કરીને તેમની પાસેથી રાજકન્યાને પાછી લઈ આવું; અથવા તો જાતિવંત સેવકપુરુષોનો આ ધર્મ જ છે. ભુપતિએ આજ્ઞા આપી એટલે જાણે મહાકૃપા થઈ હોય એમ ચિત્તને વિષે હર્ષ પામતા સારથિએ, મૃગાધિરાજ સિંહ હિમગિરિની અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૮૧
Page #97
--------------------------------------------------------------------------
________________
ગુફાને વિષે પ્રવેશ કરે તેમ, સહસા સુરંગને વિષે પ્રવેશ કર્યો.
કવચથી સજ્જ થયેલા એ અસહ્ય બાહુવીર્યવાળા મહારથી વીરંગક સારથિએ ત્યાં, સિંહ હસ્તિના બાળકોની સાથે યુદ્ધ કરે તેમ, નાગસારથિના પુત્રોની સાથે યુદ્ધ કર્યું. “મારો સ્વામી એક બાણવતી એક શત્રુને હણી શકે છે માટે હું તેનાથી અધિક કરી બતાવી તેને સંતોષ આપું” એમ માની તેણે તે બત્રીશેને એક સાથે હણ્યા. સુરંગ પહોળી નહોતી તેથી તે (જવાનો માર્ગ કરવાને વાસ્તે) તેમના રથોને તેમાંથી બહાર કાઢવા રહ્યો એટલામાં તો મગધનાથ શ્રેણિકરાજા બહુ દૂર પહોંચી ગયો; કારણ કે અતિવેગવાળા અશ્વોની સહાયથી જતાં શાની વાર લાગે ? ઈચ્છિત મનોરથ સિદ્ધ થયો નહીં તો પણ વીરંગક હવે નિર્વિલંબે પાછો વળ્યો; કારણ કે ભૂમિ પર રહીને વામન પુરુષ કદાપિ પોતાના હાથ વડે તાળવૃક્ષના ફળને ગ્રહણ કરી શકે ? તેણે આવીને ચેટકરાજાને નિવેદન કર્યું કે તેના સર્વ રથિકોને મેં હણ્યા છે; પરંતુ શત્રુ રાજકુમારીને બહુ દૂર લઈ ગયો માટે શું કરીએ ? આપણે આકાશને વિષે પ્રહાર કરવા જેવું છે. રાજાને સમકાળે, પુત્રીના હરણથી વિષાદ અને શત્રુવર્ગના સંહારથી હર્ષ થયો.
હવે સુજ્યેષ્ઠાને તો અહીં, મહામુનિરાજો પણ જેની ઈચ્છા કરે છે એવી, વૈરાગ્યદશા પ્રાપ્ત થઈ. અહો ! એ સત્ય છે કે ભવ્યપ્રાણીઓ એક નિમિત્તાત્રે કરીને તરત જ પરમબોધ પ્રાપ્ત કરે છે. “આપણા જેવા વિષયાસક્ત પ્રાણીઓ, આદિ-મધ્ય-અથવા અવસાનને વિષે, સુરાપાન કરનારા અને ચળેલાઓની પેઠે વિડંબના પામીએ છીએ. જો વિષયભોગને વિષે કંઈ પણ લાભ હોય તો, તેનો પરિત્યાગ કરવામાં તો તેનાથી સાઠ હજાર ગણો લાભ છે.” આમ વિચાર કરીને તે સુજ્યેષ્ઠા ગાઢ તપશ્ચર્યા કરવા લાગી. તે પ્રાણીઓને જ ધન્ય છે, તે પ્રાણીઓ જ કૃતકૃત્ય છે, તેઓ જ દેવતુલ્ય છે, તેઓ જ નિર્મળ છે-જેઓ બાલ્યાવસ્થાથી જ બ્રહ્મચર્યનું, દ્રવ્યની પેઠે પાલન કરે છે. પછી તેણે કૌમારાવસ્થાને વિષે જ રાજીમતીની પેઠે રાજ્યલક્ષ્મીનો ત્યાગ કર્યો અને ભાગ્યોદયને લીધે તુરત જ દીક્ષા લેવાનો વિચાર આદર્યો. કારણ કે ધર્મની ગતિ રમ્યા અને ત્વરિત છે.
તેણીએ એ પોતાની ઈચ્છા પિતાને પ્રણામ કરીને નિવેદન કરી; ૮૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #98
--------------------------------------------------------------------------
________________
કારણ કે વિજ્ઞાનશાળી જનોએ પણ કંઈ પણ કાર્ય પોતાની ઈચ્છાનુસાર ન કરવું; તો દીક્ષાના સંબંધમાં તો શું જ કહેવું ? કારાગૃહ સમાન આ સંસારમાં રહેવારૂપ પાશથી, હું બંદિજનની પેઠે કંટાળી ગઈ છું; માટે હું આપની કૃપાથી, અચિંત્ય ચિંતારત્નના જેવી દીક્ષાને ગ્રહણ કરીશ. તે સાંભળીને રાજાએ કહ્યું-ઉત્કૃષ્ટ એવા જ્યેષ્ઠપદ (મોક્ષ)ની અભિલાષાને લીધે, ‘સુજ્યેષ્ઠા' એવા યથાર્થ નામને ધારણ કરનારી તારા જેવી પુત્રીથી મને ઘણો હર્ષ થાય છે. બાલ્યાવસ્થાને વિષે જ ઉત્તમ ચારિત્રની ઈચ્છા કરનારી એવી તું મારી સર્વ પુત્રીઓને વિષે, કુળના આભૂષણરૂપ છો; અથવા તો, વંશલતાઓ ઘણી હોય છે. પણ પ્રાસાદને શોભાવનારી કોઈ વિરલ જ દેખાય છે, પછી રાજકુમારીએ ચંદના નામના મહત્તરી સાધ્વીની સમીપે મહા આડંબર સહિત પ્રવ્રજ્યા ગ્રહણ કરી; કારણ કે હંસી તો કમલિનીને વિષે જ ક્રીડા કરે છે.
હવે અહીં રથને વિષે, જેને ખબર નથી પડી એવો શ્રેણિકરાજા તો ચેલ્લણા પ્રતિ પોતાની પટ્ટરાણીની સમાન આદરસત્કાર બતાવતો, તેને વિષે જ એકચિત્ત થયો છતો, મંત્રાક્ષરો ઉચ્ચારતો હોય નહીં એમ વારંવાર ‘સુજ્યેષ્ઠા' ‘સુજ્યેષ્ઠા' એમ બોલવા લાગ્યો. એટલે ચેલ્લણાએ કહ્યું-હે રાજન્ ! હું સુજ્યેષ્ઠા નથી; હું તેની બહેન ચેલ્લણા છું; તે ન આવી એમાં મારાં ભાગ્યે જ એવાં ઠર્યાં (મારા ભાગ્યનો જ દોષ છે). રાજાએ તેને સમજાવી-હે મૃગાક્ષી ! તું જ મારે મન સુજ્યેષ્ઠા છો. તું એનાથી કોઈ રીતે હીન નથી; કારણ કે ચંદ્રમાની કોઈ પણ કળા બીજીથી ઊતરતી નથી.
પણ ચેલ્લણા, આવો પતિ મળવાથી હર્ષિત થઈ, ને તે સાથે જ અત્યંત દુઃસહ એવા બહેનના વિયોગથી ખિન્ન થઈ; કારણ કે સંસારનું સુખ એક જ રંગનું ન હોતાં ભિન્ન ભિન્ન રંગનું હોય છે. જેને લાભની સાથે હાનિ પણ થઈ છે એવો શ્રેણિકરાજા થોડા દિવસમાં પોતાને નગરે પહોંચ્યોઃ નદીનાં જળથી પૂરાતા પણ વાડવાગ્નિવાળા સમુદ્રને વિષે લબ્ધિ હોય જ નહીં. બુદ્ધિસાગર અભયકુમાર પણ શ્રેણિકકુમાર રાજાની પાછળ ત્વરિત આવી પહોંચ્યો; કારણ કે વિદ્વાન્ પુરુષો તીર્થને વિષે જઈને ફળ જ ગ્રહણ કરીને આવતા રહે છે, ત્યાં સ્થિરવાસ કરીને વસતા નથી. મહાઉદાર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
43
Page #99
--------------------------------------------------------------------------
________________
પ્રકૃતિવાળા નરેશ્વરે રાજપુત્રી ચેલ્લણાની સાથે ગાંધર્વવિધિએ વિવાહ કર્યો; કારણ કે આવી રીતે પતિપત્ની થયેલાઓને વિસ્તાર શોભે ખરો ?
પછી અભયને સાથે લઈ જઈ શ્રેણિકરાજાએ નાગસારથિને અને તેની સ્ત્રીને તેમના પુત્રનું સર્વ સ્વરૂપ કહી સંભળાવ્યું; કારણ કે પુરુષો
વ્યથાકારી વચન મહાદુઃખે ઉચરે છે. પોતાના પુત્રોની એવી, કર્ણને વિષે વિષસમાન હકીકત સાંભળીને તેઓ વિલાપ અને રૂદન કરવા લાગ્યા; કારણ કે મહાપ્રયાસે પ્રાપ્ત કરેલા પુત્રનો એક સાથે વિયોગ થાય તે અત્યંત દુ:સહ છે.
“અરે નિર્દય અને પાપી કૃતાંત (કાળ, યમ) ! તું પારકું સુખ જોઈ શકતો નથી; નહીં તો તેં અમને આવી રીતે, એક પ્રવાહણની પેઠે, દુઃખસમુદ્રમાં શા માટે ફેંકી દીધા ? અરે ! અમારા નિર્દોષ પુત્રોને એક સાથે અકાળે હરી જનારા દુરાચારી કાળ ! જેવી રીતે સહસઘાતી વિષ સર્વ વિષોને વિષે, તેમ તું સર્વ ખલપુરુષોને વિષે અગ્રેસર પદવી ધારણ કરે છે. પણ કદાચિત તારું કહેવું એમ હોય કે મારા પુત્રોએ તારો કંઈ અપરાધ કર્યો છે, તો, હું પૂછું છું કે સર્વે એ તો નથી કર્યો ને ? કારણ કે આ અખિલ વિશ્વ (પૃથ્વી પરના તમામ માણસો) ક્યાંય દુર્દાન્ત' હોય એ ઘટતું નથી. વળી કદાપિ તું એમ કહીશ કે (સર્વેએ અપરાધ નથી કર્યો પણ) થોડા એ (તારો અપરાધ કર્યો હતો), તો (હું કહું છે કે, હે કર્મચાંડાળ ! તેં સર્વના પ્રાણ લઈને, આ લોકમાં, તારો સમવર્તિભાવ અગ્નિના સમવર્તિભાવની જેમ પૂર્ણપણે સત્ય કરી આપ્યો છે. અથવા તો, તું તો રાંક છો, તારો લેશમાત્ર દોષ નથી; એતો અમારા ક્ષીણ ભાગ્યનો જ દોષ, કે ગુણનો નાશ થવાથી હારમાંથી મુક્તાફળ જતાં રહે તેમ અમારા પુત્રો અમારા હાથમાંથી જતા રહ્યા. અથવા તો, દેવતાએ પ્રથમથી જ કહ્યું હતું કે-તારે પુત્રો થશે તે સર્વ સમાન આયુષ્યવાળા થશે; અને તેવા યોગના વશે થયું પણ તેમજ; કારણ કે દેવતાનું વચન વૃથા થતું નથી.”
૧. ઉદ્ધત. ૨. નિષ્પક્ષપાતીપણું. ૩. ગુણ (૧) પુણ્યરૂપી ગુણ; (૨) દોરી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #100
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે ગાઢ વિલાપ કરતા જોઈને તેમને, બુદ્ધિમાન્ અભયે વૈરાગ્યપૂર્ણ મધુર વચનોએ કરીને સમજાવ્યાઃ અથવા અભય જેવો રાજપુત્ર કયા વિષયમાં અપૂર્ણ હોય ? તેણે કહ્યું-વનહસ્તિના કર્ણની પેઠે અસ્થિર સ્વભાવવાળા આ સર્વ લોકને વિષે, જેઓ સારાસારના વિવેકવાળા છે તેઓ કદાપિ શોક કરતા નથી; કારણ કે એ (શોક) ક્રોધની પેઠે પુરુષાર્થનો શત્રુ છે. અગ્નિનો ઉપાય જળ છે; વ્યાધિનો ઉપાય ચિકિત્સા છે; શત્રુનો ઉપાય શસ્ત્રાદિ છે; વિષનો ઉપાય મંત્ર છેએમ સર્વ કોઈ વસ્તુઓનો ઉપાય છે; પરંતુ આ નિરંકુશ એવા મૃત્યુનો ઉપાય નથી. જન્મની સાથે મૃત્યુ પણ છે; તરૂણાવસ્થાની સાથે વૃદ્ધાવસ્થા પણ લાગેલી જ છે; ઉદયની સાથે અસ્ત પણ હોય છે; અને પુત્રાદિનો યોગ એજ વિયોગનું કારણ પણ છે (યોગ ન થયો હોત તો વિયોગ થાત જ કોનો ?). શરીર નિરંતર અનેક રોગોથી યુક્ત છે; દારિદ્રના ભયને લીધે, લક્ષ્મી પણ દુ:ખદાયક છે; સ્નિગ્ધ એવા પણ મિત્રો ક્ષણમાં શત્રુરૂપ થાય છે; માટે જેમને નિરંતર શત્રુઓનું દુ:ખ છે એવી આ સર્વ વસ્તુઓને ધિક્કાર છે !
વળી વીરજનના મુકુટ જેવા તમે બંને સાધારણ માણસની પેઠે અતિશોક કરશો તો પછી ધૈર્યગુણ કોનો આશ્રય કરીને રહેશે ? કારણ કે દુ:ખને વિષે સહનશીલતા એજ ખરું ધૈર્ય છે. વાયુ નથી વાતો ત્યાં સુધી રૂના ઢગલામાં અને પર્વતમાં કંઈ ભેદ જણાતો નથી; દુ:ખ આવી પડે ત્યારે જ પુરુષોનું સત્ત્તાસત્ત્વ જણાઈ આવે છે. અન્ય જનોએ પણ શોક કરવો જોઈતો નથી; તો આપના જેવાઓની તો વાત જ શી ? કારણ કે વિવેકરૂપી આભૂષણથી અલંકૃત એવા પંડિતજનોને તો ઓક્ (તથાસ્તુ) એ જ ખરું છે. તમારા પુત્રો સુરંગમાં ક્યાંથી ગયા; શત્રુને તેમની તેજ વખતે ક્યાંથી ખબર પડી; અને તેમનો એક સાથે ક્યાંથી નાશ થયો ? અથવા તો આ ભવિતવ્યતા અન્યથા થતી નથી. મરવાનો જ જેમણે નિશ્ચય કરેલો હતો એવા તમારા સુધીર પુત્રોનો શોક કરવો જ ન જોઈએ. કારણ કે સ્વામિના કાર્યને વિષે જેઓ પોતાના જીવિતને અર્પણ કરે તેઓને શું સેવક ગણવા ?
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૮૫
Page #101
--------------------------------------------------------------------------
________________
આવાં આવાં વચનો કહીને કુમારે તેમના શોકનો પરિહાર કર્યો; કારણ કે મંત્રવિદ પુરુષ મુખ્યમંત્રનો પ્રયોગ કરે ત્યાં વિષ કેટલો કાળ ટકી રહે ? પછી રાજા તેમની સાથે આદર સહિત સંભાષણ કરી સ્વસ્થાનકે ગયો; કારણ કે જેમના પુત્રોએ તેના ઉપર આવો ઉપકાર કર્યો. તેમને આટલો પણ લાભ ન હોય ? અનુક્રમે જન્માન્તરને વિષે ઉપાર્જન કરેલા પુણ્યકર્મને લીધે જેની સર્વ મનકામના સિદ્ધ થતી હતી એવો એ રાજા, હરિ લક્ષ્મીની સંગાથે જ જેમ, તેમ ચેલ્લણાની સંગાથે સુખ ભોગવવા લાગ્યો.
આ જ ખંડને વિષે વસંતપુર નામના નગરમાં પૂર્વે જિતશત્રુ નામનો રાજા હતો. તેણે મોટા, ગર્વવાળા, બલવાનું અને દુષ્ટ શત્રુઓને જીતીને પોતાના નામને યથાર્થ કર્યું હતું. એ રાજાને અમરસુંદરી નામની રાણી હતી, જેનાથી ભય પામીને જ જાણે અમરસુંદરી (દેવીઓ) સ્વર્ગને વિષે જતી રહી હતી ! એમ કે આપણું રૂપ તો એણે હરી લીધું છે, રખે. વળી આપણી અનિમેષતા પણ લઈ જશે આ દંપતીને સુમંગળ નામનો પુત્ર હતો તે અત્યંત નવીન મંગળરૂપ હતો; કારણ કે એ આકૃતિએ જેમ ભવ્ય હતો તેમ એનામાં મૂળથી જ રાજયોગ પણ હતો.
એના મસ્તક પર ઉત્તમ છત્રનું ચિન્હ હતું; એનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું હતું; નેત્ર વિશાળ હતાં; કર્ણ લાંબા હતા, નાસિકા સરલા અને ઊંચી હતી; અને દંતશ્રેણિ કુંદપુષ્પની જેવી અતિઉજ્વળ હતી. વળી એના ઓષ્ઠબિંબ, ચરણ અને હસ્તકમળ કંઈક રત હતા; કંઠપ્રદેશ વર્તુળાકારે ગોળ હતો, અંસ વૃષભની જેવા ઉન્નત હતા; બાહુ જાનુપર્યન્ત લાંબા હતા; વક્ષ:સ્થળ કપાટસદશ હતું; પૃષ્ઠભાગ વિસ્તીર્ણ હતો અને મધ્ય ભાગ (કટિભાગ) કૃશ હતો. એટલું જ નહીં પણ એની નાભિ ગંભીર હતી; ઉરૂ કદલીતંભ જેવા હતા; જાનુ અલક્ષ્ય હતા; જંઘા
૧. દેવતા અનિમેષચક્ષુવાળા હોય છે એટલે કે એમના ચક્ષુ નિમેષ-રહિત હોય છે-મટકું મારતા નથી એવો જે એમનાં ચક્ષનો ગુણ તે અનિમેષતા.
૨. એવાં ચિન્હો કે જેનાથી યુક્ત એવો માણસ ભવિષ્યમાં રાજા થશે એમ
કહેવાય છે.
૩. દ્વાર જેવું (વિસ્તીર્ણ) ૪. જણાય નહીં એવા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #102
--------------------------------------------------------------------------
________________
હસ્તિની સૂંઢ જેવી હતી; અને ચરણયુગ પુષ્ટ અને કુર્મોન્નત હતા. વધારે શું કહીએ ? એનાં સર્વ અંગ સુંદર હતાં.
આ જ નગરને વિષે એની જ વયનો સેનક નામનો મંત્રીપુત્ર હતો. તે દૌભાગ્યેના પાત્ર અગ્નિશર્માની પેઠે, અશુભ લક્ષણોનો ભંડાર હતો. એનું મસ્તક ત્રિકોણાકાર હતું; એના કેશ અગ્નિસમાન પીળાવર્ણના હતા; નેત્ર માર્જરનાં જેવાં અને કર્ણ મૂષકના જેવા હતા. એના ઓષ્ઠ અને કંઠ લાંબા હતા; નાસિકા બેઠેલી હતી અને દાંત મુંડની પેઠે મુખ થકી બહાર નીકળતા હતા. એના ખભા બેસી ગયેલા હતા; બાહુ બહુ ટૂંકા હતા; વક્ષ:સ્થળ સાંકડું હતું, ઉદર ગણેશના જેવું (મોટું) હતું; ઉરૂ બહુ હૃસ્વ હતા; જાનુ ફુટપણે દેખાતા હતા; જંઘા વક્ર હતી અને ચરણ સૂપડા જેવા હતા. ત્રિક-ચતુષ્ક-રાજમાર્ગ-શૃંગાટક-દેવમંદિર વનમાં જ્યાં જ્યાં તે જોવામાં આવતો ત્યાં ત્યાં, પોતાના રૂપનો અભિમાની સુમંગળ રાજપુત્ર એની હાંસી કરતો; એના મસ્તક ઉપર ત્રણ ટકોરા કરી એનો હાથ મરડીને અને ધબ્બા મારતો, કારણ કે તરૂણજનોને વિવેક ક્યાંથી હોય ? આવી કદર્થના પામવાથી સેનકને અત્યંત દુ:ખ લાગતું; કારણ કે ઝેરી શસ્ત્ર સહન થાય, પણ નિષ્કારણ વિડંબના સહન ન થાય. આમ અનેક વાર પરાભવ પામવાથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો ! પણ એ આશ્ચર્યજનક હતું; કારણ કે વૈરાગ્યનું કારણ પ્રાપ્ત થયા છતાં પણ વૈરાગ્ય પામવો એ સુલભ નથી.
તે વિચારવા લાગ્યો-નિશ્ચયે મેં પૂર્વભવને વિષે મુનિઓનો અથવા સતી સ્ત્રીઓનો ઉપહાસ કર્યો હશે; અન્યથા પક્ષીઓને વિષે જેમ વાયસ તેમ હું જનસમુદાયને વિષે વિરૂપ અને દુર્ભગ ક્યાંથી થયો ? માટે મેં કોઈ એવા પ્રકારનો કર્મબંધ કર્યો હશે કે એથી ઉપાર્જન કરેલાં દીર્ભાગ્ય આદિથી, રજસમૂહથી ચંદ્રબિંબની પેઠે, મારું ક્ષીર-અને-હિમ સમાન ઉજ્વળ કુળ. ઢંકાઈ ગયું. માટે હવે હું કોઈ એવા પ્રકારના ઉગ્ર સુકૃત્ય આચરું કે જેથી મારાં પૂર્વભવનાં પાપકર્મોનો નાશ થાય. એમ વિચારીને તે, શરીરથ આત્માની પેઠે, સ્વજન અને સ્વનગરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો.
૧. કાચબા જેવા-વચ્ચેથી ઊંચા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
Page #103
--------------------------------------------------------------------------
________________
કેટલાએક દિવસ વ્યતીત થયા પછી સુમંગળના પિતા જિત્રશત્રુએ તેને મહાવૈભવ સહિત પોતાને પદે આરોપણ કર્યો. કારણ કે પિતાનો. પુત્રપ્રતિ એવો ધર્મ છે. એ સુમંગળે પણ ગાદી ઉપર આવીને, ગ્રીષ્મઋતુના મધ્યાન્દકાળના સૂર્યના જેવા અતિ ઉગ્ર પ્રતાપ વડે અનેક મહીપતિઓને વશ કર્યા; કારણ કે સિંહનો પુત્ર સિંહ જ હોય છે.
હવે પેલો સેનક કે જેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી હતી તે હર્ષ સહિત પોતાને કૃતકૃત્ય માનતો હતો; કારણ કે અન્યજનો પણ સ્વબુદ્ધિએ ધર્મ તો કરે છે, પણ તેવા પ્રકારની કદર્થનાથી પરાભવ પામેલાઓએ વિશેષ પ્રકારે કરે છે. એકદા એને પોતાના દૌર્ભાગ્યનું સ્મરણ થવાથી વૈરાગ્યયુક્ત થઈ એણે પોતાના ગુરુની પાસે ઉષ્ટ્રિકાભિગ્રહ કર્યો. અહો ! બાળજનને બોધ કષ્ટને અર્થે છે. એકદા પૃથ્વી પર વિચરતા એ તપસ્વી રાગને વશે પુનઃ વસંતપુરે આવ્યા. અહો લોકોને ધિક્કાર છે કે પરાભવ પામ્યા છતાં પણ પુનઃ પોતાની જન્મભૂમિ પ્રત્યે ઉત્કંઠા રાખે છે. તપસ્વીને જોઈને નગરના સર્વ લોકો ભક્તિસહિત તેની પૂજા કરવા લાગ્યા. કારણ કે આ તપશ્ચર્યા જ જગતને વિષે પૂજ્ય છે, તો તેને આદરવાવાળો શા માટે આદર ન પામે ? “કયા કારણે વિરાગ. પામી તે ગૃહનો ત્યાગ કરી આવી કષ્ટદાયક તપશ્ચર્યા આદરી છે”
એમ પ્રશ્ન પૂછતા લોકોને કુરૂપમંત્રીપુત્રે પણ ઉત્તર આપ્યો કે-આ તમારા રાજાએ કુમારાવસ્થામાં મારો પરાભવ કર્યો હતો તેથી મને વૈરાગ્યા ઉત્પન્ન થયો છે. તેણે લોકોને આ વાત હતી તેવી કહી; કારણ કે સત્ય જ તપને અનુકૂળ છે. પછી કર્ણપરંપરાએ એ વાત રાજાને કાને પહોંચી કારણ કે નૈયાયિક આદિ મતોને વિષે શબ્દ “વીચિતરંગ' નામના
ન્યાયે ગમન કરે છે. સુમંગળ રાજા તો એ વાત સાંભળતાં જ મહાવિષાદ પામ્યો; અથવા તો મહાન પુરુષો પોતાના અપરાધને શલ્ય થકી પણ વધારે માને છે એ યુક્ત જ છે. પછી એણે પોતે ત્યાં જઈ ભક્તિસહિત તપસ્વીને નમન કરી તેમની ક્ષમા માગી કે-અજ્ઞાનભાવથી મેં આપનો
૧. ઉષ્ટિકાભિગ્રહ - ઊંટ પર બેસવું કઠીન પડે છે. તેવો કઠીન માસ-માસના ઉપવાસનો અભિગ્રહ. ૮૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #104
--------------------------------------------------------------------------
________________
જે અપરાધ કર્યો છે તેની, પિતા પુત્રને આપે તેમ, આપે મને ક્ષમા આપવી. એ સાંભળીને શાંતચિત્તવાળા તપસ્વીએ કહ્યું-હે નરેન્દ્ર ! તારા જેવા ગુરુની મારાથી ભક્તિ તો કાંઈ થાય એમ નથી તો શું ક્ષમા પણ નહીં આપી શકાય ? હું ક્ષમા કરું છું, કારણ કે આ મારી તપસ્યામાં તું હેતુરૂપ છે અને એ તપ સંસારસમુદ્રના સેતુરૂપ છે અને દુ:ખપરંપરારૂપી દાવાનળને શાંત કરવામાં તથા કલ્યાણરૂપી લતાને ઉત્પન્ન કરવામાં મેઘ સમાન છે. પછી “આવા પાત્રને આપેલું દાન મહાફળદાયક થાય છે” એમ ધારીને રાજાએ એ તપસ્વીને પારણાને માટે નિમંત્રણ કર્યું; કારણ કે ઋક્ષભક્તિ તો કૃપણ જનોની હોય છે. હવે, જો કે એ લોકોને રાજપિંડ ખપે નહીં, તોપણ પોતે બહુ પ્રસન્ન થયો હતો તેથી તેણે રાજાનું વચન માન્ય કર્યું; કારણ કે તપસ્વીજનો દાક્ષિણ્ય ગુણવાળા હોય છે. પછી રાજા તેને નમીને તથા તેની આશિષ ગ્રહણ કરીને સ્વસ્થાનકે ગયો.
-
તપસ્વી પણ માસક્ષમણ પૂર્ણ થયે રાજાના મહેલના દ્વાર પાસે ગયો. કારણ કે મુનિઓ સત્યપ્રતિજ્ઞાવાળા હોય છે. તે વખતે રાજાને મહાશિરોબાધા થયેલી હોવાથી કોઈને અંદર પ્રવેશ કરવા દેતા નહોતા; તેથી તપસ્વી ચિત્તને વિષે લેશમાત્ર પણ ઉદ્વિગ્ન થયા વિના હર્ષ સહિત જ પાછો વળ્યો; કારણ કે તપોધનોને (તપસ્વીઓને), તપશ્ચર્યા એજ વૃદ્ધિને અર્થે છે. જો પહેલે જ ગૃહે પારણા ન થાય તો પહેલાની ઉપર જ બીજું ક્ષમણ કરવું” એવા પોતાના અભિગ્રહને લીધે તપસ્વી આ વખતે પૂર્વની જેમ માસક્ષમણ કરીને રહ્યા; કારણ કે સત્ત્વવંત જનો સત્ત્વનો ત્યાગ કરતા નથી. દ્વિતીયમાસક્ષમણને સમયે તેણે ‘આ લોકો ક્ષુધા કેવી રીતે સહન કરતા હશે' એવો પ્રશ્ન પૂછનારને નહીં જોવાને ઈચ્છતો હોય તેમ, અધોમુખ મુદ્રિકા ધારણ કરી.
બીજે દિવસે સારું થયું ત્યારે રાજાને પારણાની વાત યાદ આવી એટલે જઈને નમન કરીને તેણે મુનિ પાસે ક્ષમા માગી; કારણ કે તપસ્વીજન ભક્તિથી જ રીઝે છે. તેણે કહ્યું-હે મુનીશ્વર ! મારા જેવા પાપીજને આપને નિમંત્રણ કરીને, બાળકની જેમ આમ બહુ છેતર્યા છે; આપને અન્ય સ્થળે પણ પારણુ થયું નહીં. અહો ! મારા જેવા પાપીજનોનું અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૮૯
Page #105
--------------------------------------------------------------------------
________________
આવું જ કૃત્ય હોય છે ! જેવી રીતે લક્ષ્યવસ્તુને ભેદવામાં પ્રવૃત્ત થયેલો અચતુર ધનુર્ધારી પહેલો જ પોતાનો હસ્ત ભાંગે છે; તેવી જ રીતે ધર્મને મિષે પાપ ઉપાર્જન કરનારા મારા જેવા નિર્ભાગ્યશિરોમણિને થયું છે. હે સ્વામિ ! હવે હું યોગ્ય ન કહેવાઉં, તથાપિ, ગંગાજળ જેમ મધ્યપ્રદેશને પવિત્ર કરે છે તેમ, આપે પધારીને મારા આંગણાને પવિત્ર કરવું.
મુનિએ કહ્યું- હે નરેશ્વર ! ખેદ ન કર; એ દોષ તો પ્રમાદથી થયેલ છે; તારા ભાવ કિંચિત્માત્ર દૂષિત નથી; હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ;” અથવા તો મહંત પુરુષોની પ્રવૃત્તિ સ્વાર્થે ન હોતાં પરને અર્થે હોય છે. પછી રાજા મુનિને નમીને ઘેર ગયો. પારણાના દિવસની રાહ જોતાં બીજ માસ પણ વ્યતિક્રમ્યો; કારણ કે સુજ્યને ભજનારાઓના દિવસ શીધ્રપણે જતા રહે છે. પણ પુનઃ પણ રાજા અસ્વસ્થ હોવાથી એ દુર્બળ થઈ ગયેલા તપસ્વીને પૂર્વની જેમ જ પાછા જવું પડ્યું; કારણ કે એવા પુરુષોને પણ લાભના ઉદય વિના ભિક્ષા સુદ્ધાં મળતી નથી. પછી રાજાએ એને ત્રીજી વખતે પણ ગૌરવ સહિત નિમંત્રણ કર્યું. અને એણે પણ એ સ્વીકાર્યું; કારણ કે કોઈની પ્રાર્થનાનો જેવા તેવા કારણથી ભંગ ન કરવો જોઈએ. જ્યારે અવધિ પૂર્ણ થયે એ તાપસ ભિક્ષાને અર્થે ગયો ત્યારે તો ભૂપતિને પુત્રજન્મના હર્ષમાં પારણાની વાત પણ સ્મરણમાં નહોતી; કારણ કે સુખમાં તેમજ દુ:ખમાં પ્રમાદ એક સરખો થાય છે.
હવે તો આ વખતે પણ ભિક્ષા નહીં મળવાથી એ સુધાને લીધે અતિ કૃશ થઈ ગયેલો હોવાથી રાજા ઉપર અતિ ક્રોધે ભરાયો; કારણ કે અત્યંત ઘર્ષણથી ચંદનના કાષ્ટ્રમાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે-મુસાફરી જેવી વૃદ્ધાવસ્થા નથી; દારિદ્ર જેવો પરાભવ નથી; મૃત્યુ સમાન ભય નથી; અને સુધા સમાન વેદના નથી. પછી એ તપસ્વી, કૃપણ પુરુષના ઘર થકી જ જેમ, તેમ રાજાના આવાસથી પાછો વળીને, ખિન્ન થતો પોતાને સ્થાને ગયો; અને વિચારવા લાગ્યો-આ રાજા નામે જ સુમંગળ છે; પણ એના મંગળના ગ્રહના જેવાં ફળ હોવાથી એ કુમંગળ છે. મેં ત્રણત્રણ વાર એની પ્રાર્થના સ્વીકારી તોપણ એ કુટિલે મને ભિક્ષા આપી નહીં, એ એની ધૃષ્ટતા જ (ઉદ્ધતસ્વભાવ જ) સમજવી; કારણ કે ત્રીજી વાર ઊડી જતી વખતે તો પક્ષી પણ પકડી લઈ શકાય
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
GO
Page #106
--------------------------------------------------------------------------
________________
છે. અથવા તો શ્વાનના પૂચ્છને નળીને વિષે નાંખો તો પણ એ પોતાનો વક્રભાવ છોડતી નથી; અને લીંબડાના વૃક્ષને (પાણીને બદલે) દુધ પાઓ તો પણ તે મધુર થતું નથી. તે પોતે રાત્રિદિવસ મુખમાં પાણી આવે એવાં મિષ્ટાન્નપાન જમે છે; તેથી વંધ્યા સગર્ભાની પીડા ન જાણે તેમ, પોતે બીજાનું દુઃખ જાણતો નથી. એણે મને વારંવાર આમંત્રણ કરી કરીને આ પ્રમાણે સુધાએ મારી નાંખ્યો; હવે જીવીશ ત્યાં સુધી એને ત્યાં નહીં જાઉં; હવે ‘ગંગદત્ત પુનઃ કુપને વિષે નહીં આવે.
ક્રોધને લીધે જેનાં ભાવચક્ષુ જતાં રહ્યાં છે એવા એ તપસ્વીએ કુગતિનું હેતુભૂત એવું નિદાન (નિયાણું) કર્યું કે “હું એનો વધ કરનારો થાઉં”; અથવા તો નિર્બળ પુરુષો નિષ્કરૂણ હોય છે. અહો ! એણે નિષ્પયોજન કષ્ટ વેક્યું એણે તપશ્ચર્યા જ શા માટે કરી ? અથવા તો બાળતપસ્વીનું પુણ્ય પાપના અનુબંધને અર્થે થાય છે. નિરભિમાની રાજાને પશ્ચાત્તાપ તો ઘણો થયો; પણ લજ્જાને લીધે, એ તપસ્વીની ક્ષમા માગવાને હવે ચોથીવાર આવ્યો નહીં; કારણ કે લજ્જા કુલીનજનોને સદા નીચું જોવરાવે છે.
હવે કેટલેક કાળે એ તપસ્વી મૃત્યુ પામીને અ૫દ્ધિક વ્યંતર થયો. પણ આવાં ક્રોધાતુર મનવાળા તપસ્વીઓને મન તો એ પણ ઘણું છે. સુમંગળરાજાએ પણ નિરંતર રાજયનું પરિપાલન કરી પર્યન્તકાળે તે સર્વ તૃણની પેઠે ત્યજી દઈને તાપસી દીક્ષા ગ્રહણ કરી. કારણ કે સંતજનો ભોગને વિષે સદાકાળ લુબ્ધ રહેતા નથી. પછી એ (રાજા) ત્યાં પણ પોતાનો તાપમાચાર સારી રીતે પાળી, વિશુદ્ધલેશ્યા સહિત આયુષ્ય પૂર્ણ કરીને પુરુષોની ગતિ (સગતિ)ને પામ્યો; તે જાણે વૈરના અનુબંધનો નાશ કરવાને જ હોય નહીં ! અનુક્રમે એ સુમંગળનો જીવ ત્યાંથીàવીને શ્રેણિકરાજા થયો. એણે રાજ્યલક્ષ્મીને બહુ લાડ લડાવ્યાં હતાં તેથી જ જાણે એ લક્ષ્મી અહીં પણ એની સાથેને સાથે જ રહી. કેટલાક
૧. પંચતંત્રમાં ગંગદત્ત દેડકાની એક વાર્તા છે તેને ઉદેશીને આ કહ્યું છે. ગંગદત્ત પણ એમ છેતરાઈ ગયો હતો તેથી તે છેવટ બોલ્યો હતો કે પત્ત: पुनरेति कूपम्। અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૯૧
Page #107
--------------------------------------------------------------------------
________________
સમયે એ સેનક તાપસનો જીવ ચ્યવીને ચેટકરાજપુત્રી ચેલ્લણાની કુક્ષિને વિષે પુત્રપણે અવતર્યો.
હવે એ બંને જીવના પૂર્વભવના વેરને લીધે જ, એ તાપસનો જીવા હજુ તો ગર્ભને વિષે હતો ત્યાં જ ચેલ્લણાને પતિનું માંસ ખાવાનો મહાભયંકર દોહદ ઉત્પન્ન થયો, તે જાણે તેના હૃદયને વિષે શાકિનીમંત્રે પ્રવેશ કર્યાંથી હોય નહીં ? પણ ચેલ્લણા ચિંતાતુર છતાં પણ પોતાનો એ દોહદ કોઈને કહી શકી નહીં કારણ કે આવી ભયંકર વાત વગર પૂજ્ય પતિરૂપ દેવતાને કેમ કહેવાય ? વળી, જળથી સારી રીતે સિંચાતાએવા પણ કોટરને વિષે ગુપ્ત રહેલા અગ્નિવાળા વૃક્ષની શાખા જેમ શુષ્ક થઈ જાય છે; તેવી રીતે રાણી, ઉત્તમ પ્રકારના ભોજન લેતી છતાં પણ, પોતાનો એ દોહદ પૂર્ણ નહીં થવાથી, શરીરે સુકાવા લાગી. પાપા વહોરી લઈને પણ તેણે નાના પ્રકારના ગર્ભપાતનના ઉપાયો કરી જોયા; તથાપિ ગર્ભપાત થઈ શક્યો નહીં. કારણ કે જેનો હજુ આરંભ થયો. નથી એવું આયુષ્ય ક્ષયને યોગ્ય નથી. એવામાં રાજા એજ તેને પૂછ્યુંહે દેવિ ! તમે કૃષ્ણ પક્ષને વિષે ચંદ્રમાની કળાની પેઠે શરીરે કેમ ક્ષીણ થતા જાઓ છો ? શું તમારું કંઈ કાર્ય સંપાદન થતું નથી ? અથવા કોઈએ તમારી આજ્ઞા ખંડિત કરી છે ? શું કંઈ દુષ્ટ સ્વપ્નપરંપરા તમારા જોવામાં આવી છે ? અથવા કંઈ અપશકુન થયાં છે ? અથવા શરીરે કોઈ પીડા ઉત્પન્ન થઈ છે ? હે સર્વાંગસુંદરી ! જેવું હોય તેવું ફુટપણે કહી દે.
એ સાંભળી ચેલ્લણાએ, પોતાની કુક્ષિને વિષે રહેલા ગર્ભને વિષે પોતાનો શ્વાસ આસક્ત થઈ ગયો હોય નહીં એમ ઊંડો નિ:શ્વાસ મૂકી રાજાને પોતાની ઈચ્છા વિરુદ્ધ પોતાનું સ્વરૂપ કહી બતાવ્યું; કારણ કે કલાથી જ પ્રતિકાર (ઉપાય) થાય છે. રાજાએ કહ્યું- હે સુભગા ! હું તારો મનોરથ સદ્ય પૂર્ણ કરીશ; કારણ કે વસ્તુ દૂર હોય તેને યે. લાવી આપું; તો આ તો મારા શરીરમાં જ છે તેથી પ્રાપ્ત થઈ ચૂકી સમજ. આ પ્રમાણે એના ચિત્તને ઉલ્લાસ પમાડીને, શ્રેણિકરાજાએ અભયકુમાર પાસે જઈને એના દોહદની વાત કહી; કારણ કે છીંક
૯૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #108
--------------------------------------------------------------------------
________________
બંધ ત્યારે સૂર્યનું સ્મરણ કરવું પડે છે. પછી અભયકુમારે કહ્યું- હે તાત ! હું હમણાં જ એની ઈચ્છા પૂર્ણ કરું છું. નિશ્ચયે બુદ્ધિમાન જનોની દષ્ટિને વિષે આવી વાત કઠિન લાગતી નથી. પછી રાજપુત્રે પોતાના માણસો પાસે સસલાનું માંસ મંગાવ્યું; કારણ કે દારૂણ અવસ્થાને પ્રાપ્ત થયેલા માણસને, અપવાદ શું ઉત્સર્ગ કરતાં બલવાનું નથી ?
પછી રાજાને ચત્તા સુવરાવીને અભયકુમારે તેના ઉદર ઉપર એ માંસ મૂક્યું; કારણ કે કાર્ય એવી રીતે કરવું જોઈએ કે જીવિતની હાનિ ન થાય તેમ યષ્ટિનો ભંગ પણ થવો જોઈએ. એક તીક્ષ્ણ છરી લઈને તેનું અંગ કાપતો હોય એમ બતાવવા લાગ્યો; અને રાજા પણ મુખથકી સીત્કાર કરવા લાગ્યો કારણકે માયા વિના સામો માણસ ખરું માનતો નથી. ભૂપતિએ એ માંસ ચેલણાને મોકલાવ્યું, અને એણે પણ પતિના આદેશથી એ એકાન્ત ખાધું; કારણ કે રાજાઓને પણ કુનીતિ શોભતી નથી. એ વખતે તેને સ્વામીનું સ્મરણ થતાં હૃદય કંપવા લાગ્યું; અને વળી ક્ષણવાર પછી ગર્ભનું સ્મરણ થયું એટલે ચિત્તને વિષે ઉલ્લાસ થયો; કારણ કે પ્રાણીને દ્વેષ અને રાગ એ બંને એક સાથે થતા નથી.
આમ ચલ્લણાનો દોહદ તો પૂર્ણ થયો પણ એ “પતિનો ઘાત. કરનારી મારા જેવી સ્ત્રીને ધિક્કાર છે !” એમ કહી કહીને પોતાની નિદા કરવા લાગી; કારણ કે કંઈ કારણવશે પાપકાર્ય કર્યા પછી પણ સુવાસનાવાળા પ્રાણીઓને તો અતિ પશ્ચાત્તાપ થાય છે. પછી નિશા સમયે પૂર્ણ ચંદ્ર જેમ કમલિનીને ઉલ્લાસ પમાડવાને પોતાનું પૂર્ણ રૂપ બતાવે છે, તેવી રીતે રાજા તરત જ એ રાણીના મનનું સમાધાન કરવાને અર્થે તેને પોતાની અક્ષત કાયા બતાવવા લાગ્યો; અને તેને કહેવા લાગ્યો કે-હે સૌભાગ્યવતી ! સંરોહિણી ઔષધિના પ્રયોગથી મને તેજ વખતે ક્ષણ માત્રમાં આરામ થયો છે; કારણ કે ઔષધિઓનો પ્રભાવ અવર્ય છે. ચેલ્લણા પણ પોતાના પ્રાણપ્રિય પતિને નિરાબાધ જોઈને ઉચ્છવાસ પામી; કારણ કે પોતાના સ્નેહીજનને-આપત્તિ તરીને પાર ગયેલા-જોઈને કોને હર્ષ ન થાય ?
પછી ચેલ્લણાએ નવમાસ અને સાડા આઠ દિવસ નિર્વિઘ્ન નિર્ગમન અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
૯૩
Page #109
--------------------------------------------------------------------------
________________
કરીને હાથણી કલરત્નને જન્મ આપે તેમ સર્વ અંગે સંપૂર્ણ એવા પુત્રને જન્મ આપ્યો. રાણીએ તેને તેના પિતાનો મહાશત્રુ જાણીને તેજ વખતે દાસીને કહ્યું-આને તું કોઈ સ્થાને જઈને મૂકી આવ; કારણ કે શરીરમાં ઉત્પન્ન થયેલો છતાં પણ દુઃખ દેનારો એવો “વાળો” (એ નામનો જંતુ) ત્યજી દેવા લાયક નથી ? દાસી પણ એને જાણે વનદેવતાઓની ક્રીડાને અર્થે જ હોય નહીં એમ, અશોકવાટિકાને વિષે મૂકી આવી. પણ તે પાછી વળી તે વખતે દૈવયોગે રાજાએ તેને પૂછ્યુંભદ્રે ! તું ક્યાં જઈ આવી ? તેણે કહ્યું-હું રાણીના આગ્રહથી બાળકને મૂકવા (ત્યજી દેવા) ગઈ હતી; કારણ કે જેનું અન્ન ખાતા હોઈએ તેનો આદેશ ઉઠાવવો પડે છે, પછી તે શુભ હોય અથવા અશુભ હોય.
એ સાંભળી માર્જર પ્રમુખ જાનવરોથી એનો નાશ થશે એવી શંકાએ, ત્વરિત પગલે રાજા ત્યાં ગયો અને પુત્રને બંને હાથે ઉપાડી લીધો; કારણ કે પિતાના જેવો પુત્ર પર ક્યાંય સ્નેહ હોય ખરો ? પછી રાણી પાસે આવીને તેણે કહ્યું- હે સુજ્ઞ અને વિવેકવાળી કુલીન રાણી ! મ્લેચ્છજનોની સ્ત્રીઓ પણ ન કરે એવું આ કુકર્મ તેં શું કર્યું? જેમને આપણા જેવું જ્ઞાન નથી એવી તિર્યંચની સ્ત્રી પણ, બહુ પુત્રવાળી હોય તોયે પોતાના ઔરસ પુત્રને ત્યજી દેતી નથી; તો તારા જેવી મૃત્યુલોકની સ્ત્રીથી તો કેમ ત્યજી દેવાય ? જનસમૂહને પૂજ્ય એવું રાજ્ય મળી શકે, અવિનાશી એવો રાજાનો અનુગ્રહ પણ પ્રાપ્ત કરી શકાય, સૌભાગ્યલક્ષ્મીના જેવી તેજોમય લક્ષ્મી પણ મળી શકે, કામદેવ સમાન સ્વરૂપ પણ મળી શકે, તાપ રહિત એવો કળાઓનો સમૂહ પણ મળી શકે, રોગોપદ્રવરહિત સર્વ ભોગ પણ પ્રાપ્ત થઈ શકે, અને શત્રુઓને દુ:ખ દેનારી એવી ઉજ્વળ કીર્તિ પણ પ્રાપ્ત થઈ શકે; પણ પુત્રરત્ન તો ક્યાંયથી પણ મળી શકે નહીં. એને માટે તો સ્ત્રીઓ રાત્રિદિવસ દુર્ગા પ્રમુખ દેવીઓનું પૂજન કરે છે, વૃક્ષનાં મૂળ ઘસી ઘસીને પીએ છે, ભુજાએ રક્ષાપોટલી તથા કડાં બાંધે છે, અને અનેક જ્યોતિષીઓને
૧. કલભ એટલે હાથીનું બચ્યું.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #110
--------------------------------------------------------------------------
________________
- પોતાના શુભાશુભ ગ્રહાચાર વિષે પ્રશ્ન કરે છે; ને તેં તો તને પ્રાપ્ત થયેલા એવા આ તનુજને, પુણ્યહીન જન ચિંતારત્નને ત્યજી દે તેમ ત્યજી દીધો !
રાણીએ એ બધું સાંભળીને ઉત્તર આપ્યો-હે સ્વામિ ! આપ જે કહો છો તે સર્વ સત્ય છે, પરંતુ આપને આ, ઉગ્રસેન રાજાને કંસ થયો હતો તેમ, પુત્રરૂપ એક મહાન શત્રુ ઉત્પન્ન થયો છે; નહીં તો, એ ગર્ભમાં આવ્યો ત્યારે મને આવો મહાઘોર દોહદ કેમ થાય ? માણસના ઉદરમાં લેશ પણ લસણ જાય છે ત્યારે શું અતિ દુર્ગધ નથી ઉત્પન્ન થતી ? પણ રાજા તો પુત્ર પર સ્નેહાળ હોવાથી બોલ્યોહે હરિણાક્ષી ! ભલે વૈરી નીવડે તો પણ એ પુત્ર છે; કારણ કે પુત્ર કપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. અહો ! તું વિચક્ષણ થઈને, આમ તારા પહેલા જ બાળકનો ત્યાગ કરે છે, તો કુશના અગ્રભાગની ઉપર રહેલા જળબિન્દુઓની પેઠે તારાં શેષ બાળકો કેવી રીતે સ્થિર (સ્થિતિમાન-હયાત) રહેશે ? ચેલ્લણાને પોતાને એ રૂચિકર નહોતો છતાં ફક્ત રાજાની આજ્ઞાથી એણે એને વધાવી લીધો; કારણ કે સતી સ્ત્રીઓથી કદિ પણ પતિની આજ્ઞાનો ભંગ થાય ? ચન્દ્રમાના દ્રવ જેવી પોતાની કાન્તિ વડે એ બાળકે અશોકવાટિકાને વિષે ઉધોતા કરી મૂક્યો હતો તેથી રાજાએ એનું “અશોકચંદ્ર' એવું નામ પાડ્યું. પણ ત્યાં કુકડાએ તેની એક કનિષ્ટ આંગળી કરડી હતી તેની પીડાને લીધે તે બહુ રૂદન કરવા લાગ્યો; પણ તેને જ્યાં ફેંકી દીધો હતો ત્યાં એ આટલાથી જ (જીવતો) બચ્યો એ જ આશ્ચર્ય હતું. રાજા તેની એ આંગળીને પોતાના મુખને વિષે રાખવા લાગ્યો તેથી તેની ઉષ્માથી એને સુખ થયું. પછી જ્યારે તેનો વ્રણ રૂઝાઈ ગયો ત્યારે આંગળી કુણિત (ટૂંકી) થયેલી દેખાઈ; તેથી તેના સમાનવયના ગોઠીઆઓએ મળીને તેનું કુણિત નામ પાડ્યું. કારણ કે એ મશ્કરીમાં (ઘણીવાર) એવું અપનામ (ખરાબ નામ) પાડે છે.
અનુક્રમે રાણીએ, પૂર્વ દિશા જેવી રીતે પૂર્ણિમાને દિવસે સૂર્યચન્દ્રને જન્મ આપે છે તેવી રીતે, હલ્લ અને વિહલ્લ નામના બે તેજસ્વી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ બીજો)
લ્પ
Page #111
--------------------------------------------------------------------------
________________
અને કાન્તિના નિધાનરૂપ પુત્રને જન્મ આપ્યો. ચલ્લણાની કુક્ષિથી જન્મ પામેલા એ ત્રણ કુમારો પિતાને સુખરૂપ થઈ પડ્યા; અને કલહ-કપટનો સર્વથા ત્યાગ કરીને નગરમાં ફરતા છતાં, શ્રી ત્રિકુટ પર્વતની ભૂમિ પરના ઊંચા ગૃહોની પેઠે વિરાજવા લાગ્યા.
તેજોમય ભામંડળ સમાન શોભતા શ્રેણિકનરેશ્ચર જેવા પિતાને પ્રમોદરૂપી સંપત્તિને આપનાર-તથા એમને અને એમની પર્વત સમાન ઉચ્ચ પ્રતિજ્ઞાઓને સફળ કરનાર-અને સર્વ દૂષણોનો વૈરિ-દાક્ષિણ્યવા– નિર્ભય અભયકુમાર, પોતાના અશોકચંદ્ર પ્રમુખ ભાઈઓની સાથે રહીને લક્ષ્મણ-ભરત-અને શત્રુઘ્નથી સંયુકત રામચંદ્ર જ હોય નહીં એવો શોભવા લાગ્યો.
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો
બીજ સર્ગ સમાપ્તા
૯૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #112
--------------------------------------------------------------------------
________________
સગ ત્રીજો
પછી શ્રેણિકરાજાએ ધારિણી નામે એક સગુણના ભંડારરૂપ એવી નવી રાણી આણી; કારણ કે હસ્તિને શું એક જ હાથણી હોય ? તેના રૂપવાન–સૌંદર્યવાનું અને સૌભાગ્યવાનું શરીરને વિષે ક્યાંય પણ એકે અલક્ષણ નહોતું અથવા તો શંખને વિષે કાળાશ હોય જ નહીં. સતીશિરોમણિ એ ધારિણી પોતાના અમૂલ્ય અને પવિત્ર એવા શીલરત્નનું રક્ષણ કરવાનો નિશ્ચયે લજ્જારૂપી રક્ષિકાને ધારણ કરતી હતી. એ પતિવ્રતા સ્ત્રી કમલિનીની જેમ પોતાના પતિરૂપ ચંદ્રમાના મુખ સિવાય અન્ય કોઈનું મુખ જોતી નહીં. બાલ્યાવસ્થાને વિષે દૂધ પીવાથી એની રસના મધુર થઈ હોય નહીં, તેથી જ જાણે એ કદિ પણ કડવાં વચન ઉચ્ચારતી નહીં ! એણે નિશ્ચયે કોઈ શ્રેષ્ઠ અધ્યાપકની પાસે દાનનો અભ્યાસ કર્યો હશે; નહીં તો અર્થીજનોને દાન આપતાં એનો હાથ કેમ ન થાકી જાય ? સૂર્યને જેમ દિવસરૂપી લક્ષ્મીની સાથે, તેમ રાજાને એની સાથે ઉત્તમ પ્રકારના ભોગ ભોગવતાં કેટલોક કાળ વ્યતીત થયો.
એકદા પાછલી રાત્રીએ પંચવર્ણના સુગંધી દ્રવ્યોથી સુવાસિત થયેલા કુસુમના સમૂહવાળા, અને ધુપથી બહેકી રહેલા આવાસભવનને વિષે, નાના પ્રકારનાં મણિ સુવર્ણ અને રૂપાથી જડેલા-હંસના વાળના સમૂહથી સંપૂર્ણ-ઉત્તમ પટ્ટસૂલીથી વિરાજતા-પાંગથે અને મસ્તકને સ્થાને મૂકેલા ઓશીકાથી શોભી રહેલા-બહુ મૂલ્યવાનું અને નવનીત સમાન મૃદુ એવા પ્રચ્છદપટવાળા-ગાલ રહે તે સ્થાને સુંદર ગાલમસૂરીઆથી યુક્ત-ઉપર જડી લીધેલા ઉલ્લોચથી દીપતા-મધ્યભાગે જરા નમેલા-ગંગાના પુલિનપ્રદેશ જેવા-અને જાણે દેવશય્યા જ હોય નહીં એવા જણાતા-પલંગને વિષે સૂતેલી એ ધારિણીદેવીએ સ્વપ્નને વિષે, નંદાની પેઠે, એક ઊંચા-મદઝરતાચાર દંકૂશળવાળા અને ઉજ્વળ વર્ણના હસ્તિને (પોતાના) મુખને વિષે પ્રવેશ કરતો જોયો. સૂર્યના દર્શનથી ઉતફુલ્લ પત્રોવાળી પદ્મિનીની જેમ,
૧. રાખડી. ૨. સૂતરની પાટી (?) ૩. ચાદર. ૪. રેતીવાળો કિનારો. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૯૭
Page #113
--------------------------------------------------------------------------
________________
એ સ્વપ્ન જોઈને પ્રફુલ્લિત થયાં છે નેત્રો જેનાં એવી એ મહાદેવી તરત જ જાગી; કારણ કે એવા જનોને નિદ્રા અલ્પ હોય છે. જાગીને, ગતિને વિષે હંસીનો પરાજય કરનારી એ રાણી રાજા પાસે ગઈ, અને તેને કોમળ વચનોથી જગાડ્યા; કારણ કે સ્ત્રીઓને તો મૃદુતા જ શોભે છે. પછી પતિને તેણીએ કહ્યું-હે સ્વામિન્ ! મેં હમણાં હસ્તિનું સ્વપ્ન જોયું, તો વૃક્ષની જેમ એનું શું ફળ થશે ?
વર્ષાઋતુને વિષે મેઘજળની ધારાથી કદમ્બવૃક્ષ અંકુર ધારણ કરે તેમ આ વાત સાંભળી હર્ષથી રોમાંચ ધારણ કરતા શ્રેણિકરાજા કહેવા લાગ્યા-“હે પ્રિયે ! તેં સ્વપ્નને વિષે ગજરાજ જોયો તેથી નિશ્ચયે કુંતીએ જેમ ભીમને જન્મ આપ્યો હતો તેમ તું, એક કુળદીપક-કુળરત્ન-કુળને વિષે મુકુટ સમાન, કુલપર્વત સમાન અને કુળને વૃદ્ધિ પમાડનાર, તથા હસ્તિ સમાન બળ અને પરાક્રમવાળા એક પુત્રને જન્મ આપીશ.” પોતાના પતિના આ શબ્દોને રાણીએ નિશ્ચયે શકુનની ગાંઠના મિષે બાંધી લીધાએમ કે છુટા રહેશે તો કોઈ એને લઈ જશે. વળી એ બોલી કે આપની કૃપાથી મને અલ્પ સમયમાં એમ થાઓ; કારણ કે ઉત્તમ જનોનું વચન કદિ પણ અન્યથા થતું નથી.
પછી રાજાએ જવાનું કહ્યું એટલે રાણી પોતાના શયનખંડમાં ગઈ; કારણ કે કુળવાનૢ સ્ત્રી સર્વ કાર્ય પતિની આજ્ઞા પ્રમાણે કરે છે. સુંદર શકુન, બીજા અપશકુનોથી જ જેમ, તેમ, આ મારું શુભ સ્વપ્ન બીજાં દુઃસ્વપ્નોથી પ્રતિઘાત ન પામે, માટે હું સાધ્વીની પેઠે ધર્મજાગરણ કરું કે જેથી મને કુમુદિનીની પેઠે હવે નિદ્રા ન આવે-એમ વિચારીને એણે સખીઓની સાથે સુંદરી-બ્રાહ્મી-નર્મદા-દમયંતી-અંજના-રાજિમતી-સીતાદ્રૌપદી-નંદા-ઋષિદત્તા-અને મનોરમા પ્રમુખ સતી સ્ત્રીઓની કથા કાઢી. પછી એના ધર્મજાગરણને વધારે શ્રવણ કરવાને આતુર હોય નહીં એમ રાત્રી પણ ક્ષણમાં વ્યતીત થઈ.
આ સમયે કાળ નિવેદન કરનારો પુરુષ ઊંચે સ્વરે બોલવા લાગ્યો-(કારણ કે રાજા પ્રચંડશાસનવાળો છતાં, પોતાને નિયમિત વખતે કોણ નથી જાગતું ?) “આ કંઈક રક્તમંડળવાળો તેજોનિધિ સૂર્ય આપની અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૯૮
Page #114
--------------------------------------------------------------------------
________________
પેઠે પોતાનાં સુકોમળ કરવતી ભુવનનું પોષણ કરતો છતો ઉદય પામે છે. કાળરૂપી માળીની પુત્રી જ હોય નહીં એમ આ દિનલક્ષ્મી પણ આપને જોવાને ઉત્સુક બની સૂર્યરૂપ પકવ દાડિમને આપને માટે તૈયાર કરી આવી છે.” એ સાંભળીને મગધાધિપતિએ વિચાર્યું-અહો ! આ ચતુર બંદિજન આજ બહુ સરસ પાઠ બોલ્યો; માટે નિશ્ચયે રાણીને કુળનો ઉદય કરનારો પુત્ર થશે; અન્યથા ઉદય સંબંધી ફળનું આવી રીતે સૂચવન હોય નહીં. પછી વ્યાયામ કરીને, સુવાસિત તેલથી મર્દન કરાવી એણે સુગંધી જળથી સ્નાન કર્યું અને ચંદનાદિથી વિલેપન કર્યું. પછી દેવપૂજા કરીને, તિલક કરતી વખતે, એણે મસ્તક પર સુવર્ણનો મુકુટ, કર્ણને વિષે ચલાયમાન કુંડળો, ઉર:સ્થળને વિષે સ્થળ-નિર્મળઅને ચળકતા મુક્તાફળનો હાર, અને ભુજાઓને વિષે કેયૂર, એવાં એવાં આભૂષણો, જાણે છે તે સ્થળોના બહુમાનને અર્થે જ હોય નહીં એમ, ધારણ કર્યાં. વળી પ્રકોષ્ટભાગ (પોંચા)ને વિષે સુવર્ણનાં વલયા પહેર્યા, તથા મૃદુતાને અર્થે અંગુલિને પણ મુદ્રિકાને મિષે સુવર્ણથી ભૂષિત કરી. વળી સંપ્રતિ, ભુવનને વિષે એના સમાન અન્ય કોઈ વીરપુરુષ નથી – એમ બતાવવાને એણે દક્ષિણ ચરણને વિષે વીરવલય ધારણ
કર્યું.
એ પ્રમાણે સજ્જ થઈને એ, ઈન્દ્ર જેમ સુધર્માને વિષે પધારે તેમ, દેવતા સમાન રૂપવંત મંત્રી અને સામંતોએ શોભાવેલી સભાને વિષે આવીને બેઠો. ત્યાં તેણે સ્વપ્નશાસ્ત્રના પારગામી એવા આઠ સ્વપ્નપાઠકોને બોલાવવાને સેવકોને મોકલ્યા.
એઓ પણ સ્નાન કરી, શરીર વિલેપન તથા ભાલને વિષે તિલક કરી, મસ્તકને વિષે દધિ-શ્વેત સરસવ-દૂર્વા તથા અખંડ અક્ષત રાખી, શ્વેત વસ્ત્ર પહેરી ફળાદિક લઈ સભાને વિષે આવ્યા. અને એ ફળાદિક રાજાની આગળ ભેટ મૂકીને, એને આશીર્વાદ દઈ, પૂર્વદિશા તરફ પીઠ રાખીને બેઠા. એટલે તેઓ મેરૂની સન્મુખ કુલાચળ પર્વતો શોભે તેમ રાજાની સન્મુખ શોભવા લાગ્યા. તે વખતે ધારિણી રાણી પણ, હસ્તિસિંહ-મૃગ-વાઘ-અશ્વ-શુકર-સંબર-મયૂર-ચક્રવાક-અને હંસ વગેરે જેની
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
CE
Page #115
--------------------------------------------------------------------------
________________
ઉપર ચિત્રેલાં હતાં, એવા પડદાની પાછળ આવીને બેઠી; કારણ કે રાજાની રાણીઓ સૂર્યપશ્ય કહેવાય છે (સૂર્ય નહીં જોવાનું વ્રત એમને કહેવાય છે).
રાજાએ સ્વપ્નપાઠકોનો સત્કાર કરીને પૂછ્યું-આજે રાત્રીને છેલ્લે પહોરે ધારણીદેવીએ સ્વપ્નને વિષે હસ્તિ જોયો તો તે સ્વપ્નનું શું ફળ. થશે તે તમે સ્પષ્ટપણે કહો. કારણ કે સૂર્યના કિરણો જ વસ્તુઓનો ઉદ્યોત કરવાને સમર્થ હોય છે. એ પરથી સર્વેએ એકત્ર થઈ શ્રેષ્ઠ રીતે ઈહાપોહ (વિચાર) કરી સધ સ્વપ્નના અર્થને પ્રાપ્ત કર્યો; (એટલા માટે શાસ્ત્રનો અભ્યાસ ઉત્તમ છે.) પછી એમણે કહ્યું–મહારાજ ! સાંભળો, સર્વ સ્વપ્નશાસ્ત્રોને વિષે વ્હોંતેર સ્વપ્ન કહેવાય છે. તે વ્હોંતેરમાં ત્રીશ. મહાસ્વપ્ન કહેવાય છે. એ કલ્પવૃક્ષની પેઠે મહાફળદાયક હોય છે. તે ત્રીશમાં વળી સિંહ-હસ્તિ-વૃષભ-ચંદ્ર-સૂર્ય-સરોવર-કુંભ-ધ્વજ-સમુદ્ર-પુષ્પની માળા-રત્નોનો સમૂહ-વિમાન-ભવન અને અગ્નિ એ ચૌદ મહાસ્વપ્નો તીર્થકર અથવા ચક્રવર્તીરાજા ગર્ભને વિષે આવે ત્યારે તેમની માતાઓ દેખે છે. વાસુદેવની માતા એ પછીના સાત સ્વપ્ન દેખે છે; બળદેવની માતા ચાર દેખે છે; અને મંડળ એટલે દેશના અધિપતિની માતા એક સ્વપ્ન દેખે છે.
માટે ધારિણીદેવી મેરૂપર્વતની ભૂમિની પેઠે નંદનને જન્મ આપશે. એ પુણ્યનિધિ શુરવીર પુત્ર નિશ્ચયે રાજ્ય પ્રાપ્ત કરશે; કારણ કે ચક્ષુએ જોયેલું ચલિત થાય, પણ શાસ્ત્રરૂપી ચક્ષુએ જોયેલું કદાપિ ચલિત થતું નથી. એ સાંભળીને પછી કલ્પવૃક્ષની બરોબરી કરનારા રાજાએ તેમને નિત્યની આજીવિકા બાંધી આપીને તેમનું દારિદ્ય દૂર કર્યું. કહ્યું છે કે, શેરડીનું ક્ષેત્ર, સમુદ્ર, યોનીનું પોષણ, અને રાજાઓની કૃપા-એટલાં વાનાં ક્ષણમાત્રમાં દારિદ્ર દૂર કરે છે. વળી ગૌરવ સહિત વસ્ત્ર-તાંબુલ પ્રમુખ આપવા વડે રાજાએ તેમનો સત્કાર કર્યો, કારણ કે બુદ્ધિ-એ શું કલ્પલતા નથી ? પછી સ્નેહને લીધે રાજાએ પોતે ધારિણીની પાસે
૧. (૧) નન્દન વન (૨) પુત્ર. ૨. ઢોરઢાંખર આદિનું.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૦૦
Page #116
--------------------------------------------------------------------------
________________
જઈને તેમનું કહેલું એને કહી સંભળાવ્યું કારણ કે પ્રેમની ગતિ જ આવી હોય છે. પછી પુષ્ટિના હેતુરૂપ અને અતિતેલ વગેરે વસ્તુઓથી રહિત એવા આહારવડે, રાણી ગર્ભનું પોષણ કરવા લાગી; માંદો માણસ પથ્ય વડે દેહનું પોષણ કરે તેમ.
હવે સુખે કરીને ગર્ભનું પાલન કરતી રાણીને ત્રીજે માસે અશોકવૃક્ષની જેમ દોહદ ઉત્પન્ન થયો કે-વરસાદ વરસતો હોય- તેની સાથે વીજળીની ગર્જના થઈ રહી હોય-નદીઓ ચાલી રહી હોય-ઝરા વહેતા હોયપૃથ્વી પર લીલા અંકુરો પથરાઈ ગયા હોય-મયૂરો નૃત્ય કરી રહ્યા હોયઅને દેડકાઓ ડ્રાંઊં ડ્રાંઉં શબ્દ કરી રહ્યા હોય એવે વખતે ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કરી હું હાથણીની ઉપર બેસીને નગરમાં તથા બહાર વૈભારગિરિ સુધી ફરું, મારા પર છત્ર ધરવામાં આવે, ચામર વીંઝાય, સામંતાદિ પરિવાર સહિત રાજા પણ સાથે આવે અને બન્દીજનો ગાયન ગાતા આગળ ચાલે-એમ વર્ષાઋતુની ઉત્તમ શોભાનું હું યથેચ્છ સન્માન કરું.
પણ આ દોહદ તેને અકાળે ઉત્પન્ન થયો. પ્રાય: મનુષ્યો જે દૂર હોય અને જે દુર્લભ હોય તેની જ વાંછા કરે છે. આવો અકાલીન દોહદ નહીં પૂર્ણ થઈ શકે એવો હોવાથી તે ઉષ્ણ ઋતુની રાત્રિની શ્રેણિની જેમ દિવસે દિવસે ક્ષીણ થવા લાગી. તોપણ તેણે એ વાત કોઈને કહી નહીં; કારણ કે મોટા લોકોએ પોતાનું દુષ્કર કાર્ય કોઈની આગળ કહેવું મહામુશ્કેલ છે. પણ તેની અંગત દાસીઓએ એ વાત રાજાને જણાવી, કારણ કે સેવક વર્ગ નિત્ય પોતાના કુલાચારની રક્ષા કરે છે.
રાજા તરત જ ધારિણીની પાસે ગયો; કારણ કે પ્રિયજન અસ્વસ્થ હોય ત્યારે કોણ ઉતાવળ નથી કરતું ? ત્યાં જઈને તેણે ચેલ્લણાની જેમ તેના જેટલા જ પ્રેમસહિત તેને પૂછ્યું; કારણ કે મહાન્ પુરુષોને એક વામા (ઓછી) કે બીજી દક્ષિણા (વધતી) એવો કંઈ વિભાગ હોતો નથી. રાણીએ કહ્યું-હે સ્વામિનાથ ! મને ગરૂડ અને તક્ષક નાગના મસ્તકના ભૂષણરૂપ ચુડામણિને ગ્રહણ કરવા જેવો અકાળે મેઘનો દોહદ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૦૧
Page #117
--------------------------------------------------------------------------
________________
ઉત્પન્ન થયો છે. હે આર્યપુત્ર ! તે માટે જ હું તે આપની પાસે કહી શકતી નહોતી; કારણ કે અસંભાવ્ય ઈચ્છા કરનારાને લોકો ઘેલો (ગાંડો) ગણી કાઢે છે. પણ રાજાએ તેને કહ્યું- હે પ્રિયે ! ધીરજ ધર, હું તારો મનોરથ સત્વર પૂર્ણ કરીશ. જેને બૃહસ્પતિ તુલ્ય બુદ્ધિમાન અભયકુમાર જેવો મંત્રી છે તે આવો અવખંભવાળો (હિંમત ભર્યો) ઉત્તર કેમ ન આપે ?
રાણીને આ પ્રમાણે ધીરજ આપીને રાજા, કમલિનીને આશ્વાસન આપી સૂર્ય જેમ ગગનને વિષે ચઢે છે તેમ, સભાને વિષે આવીને સિંહાસન પર આરૂઢ થયો. પણ રાણીનો દોહદ સંપૂર્ણ કરવાની ચિંતાને લીધે ઉદાસ એવો એ મહીપતિ ભયભીત પુરુષની પેઠે દિશાઓને શૂન્યકાર, જેવી જોવા લાગ્યો. એટલે મહાચતુર એવા અભયકુમારે નમન કરીને અંજલિ જોડી ભક્તિ વડે નમવાણીથી પિતાને વિજ્ઞાપના કરી કે હે પૂજ્ય પિતા ! શું શ્વાનની પેઠે કોઈ રાજા આપણા દેશમાં ઉપદ્રવ કરે છે ? અથવા અન્ય કોઈ પોતાના આત્માનો દુશ્મન એવો આપણી આજ્ઞાને મસ્તકને વિષે માલાની જેમ નથી ધારણ કરતો ? અથવા તો અચિંત્ય ભાગ્યવાળા એવા આપને કંઈ ઈચ્છા પૂર્ણ થતી નથી ? અથવા દુર્જનની જેમ કોઈ વ્યાધિ અધિક પીડા આપે છે ? હે પ્રભુ ! આપ, દિવસને વિષે ચંદ્રમાની જેમ, નિસ્તેજ થઈ ગયા છો માટે આપના પુત્રને તેનું કારણ જણાવો. રાજાએ કહ્યું-કારણ મોટું છે. પણ એ ગણાવ્યાં એમાંનું એકે નથી. તારી માતાને આજ અકાળે મેઘનો દોહદ ઉત્પન્ન થયો. છે. હે બુદ્ધિનિધાન ! તે પૂર્ણ કરવાને તને જ સંભારવો પડ્યો છે, કારણ કે આહારનો કવળ (કોળીઓ) કંઠે રહે છતે જળને જ શોધવું પડે છે. અભયકુમારે કહ્યું-કે તાત ! આપ નિશ્ચિત રહો; એ કાર્ય કલ્પવૃક્ષની તુલ્ય એવા આપની કૃપાથી હું પૂર્ણ કરીશ.
હવે અભયકુમારને પૂર્વે કોઈ દેવતાની સાથે સમાગમ થયો હતો. (કારણ કે મનુષ્યને મનુષ્યની મિત્રતા તો સર્વત્ર હોય છે માટે એમાં કંઈ આશ્ચર્ય નહીં) તે પરથી તેણે તે દેવને ઉદ્દેશીને ધર્મધ્યાન કર્યુંપૌષધશાલાને વિષે જઈ, બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી દર્ભની શય્યાને
૧૦૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #118
--------------------------------------------------------------------------
________________
વિષે રહી ઉપવાસ કર્યો; કારણ કે દેવતાનું આકર્ષણ જેવી તેવી રીતે થતું નથી. એ પ્રકારના એના ધર્મધ્યાનથી ત્રીજે દિવસે એ દેવ સ્વર્ગથકી આવીને પ્રત્યક્ષ થયો. કારણ કે આકર્ષણમંત્રથી તો સ્વર્ગની અપ્સરાઓ પણ આકર્ષાઈ આવે છે.
એ દેવતાના મુકુટના રત્નોના કિરણજાળથી આકાશને વિષે ઈન્દ્રધનુષ્યો રચાયા હતા. એના ચલાયમાન કુંડળો એના ગાલ પર સ્પર્શ કરતા લટકતા હતા. એના કંઠને વિષે તાજાં પુષ્પોની અત્યંત સુગંધમય. માળા રહી ગઈ હતી. એની ભુજાઓને વિષે ઉલ્લસતી કાન્તિવાળા કેયૂર શોભી રહ્યાં હતાં. એના દેદિપ્યમાન પ્રકોષ્ટ (પોંચા)ને વિષે શ્રેષ્ઠ આભરણો ચળકાટ મારતાં હતાં. (વસ્ત્રની ઉપર) કંઠથી જાનુપર્યન્ત હાર લટકી રહ્યો હતો. ચરણને વિષે મણિજડિત સુવર્ણનાં વલયો દીપી રહ્યાં હતાં; અને હાથની આંગળીઓને વિષે પણ અનેક મણિ-મુદ્રિકાઓ બહાર આપતી હતી. વળી એણે અતિ મૃદુ અને દિવ્ય દેવદૂષ્ય વસ્ત્રો ધારણ કર્યા હતાં, અને પોતાના દેહની કાન્તિના સમૂહથી બાર બાર સૂર્યોના ઉદ્યોત પર વિજય મેળવ્યો હતો. એના ચરણ ભૂમિતળથી. ચારઆંગળપ્રમાણ ઊંચા રહેતા હતા અને એનાં બંને નેત્રકમળ નિમેષઉન્મેષથી રહિત હતાં.
એ દેવ અભયકુમારની પાસે પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યો-હે પવિત્ર કુમાર ! તેં શા માટે મારું સ્મરણ કર્યું છે ? દુષ્કર એવું પણ તારું શું કાર્ય કરું તે કહે. તે પરથી નંદાપુત્રે તેને કહ્યું- હે દેવ ! મારાં માતુશ્રીને આજ અકાળે મેઘની વૃષ્ટિ અનુભવવાનો દોહદ ઉત્પન્ન થયો છે. માટે મારા પર સ્નેહ ધરાવતા એવા તમે એ પૂર્ણ કરો; કારણ કે બુદ્ધિમાન એવા પણ મનુષ્યોમાં વરસાદ વરસાવવાની શક્તિ હોતી નથી. અથવા તો તમારાં દર્શન થયાં ત્યારથી જ એ પૂર્ણ થયો છે. કારણ કે જેને રત્નાકર (રત્નની ખાણ-સાગર)ના જેવા મિત્રો હોય તેને નીરાશ થવાનું હોય નહીં. એ સાંભળીને દેવતા “એમ થાઓ” એમ કહીને તિરોધાન થયો; કારણ કે દેવતાઓ મનુષ્યલોકને વિષે વિશેષ વખત રહેતા નથી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૦૩
Page #119
--------------------------------------------------------------------------
________________
પછી અભયકુમાર પણ સ્વસ્થ થઈને ઘેર ગયો; અને પારણું કર્યું. અથવા બીજાઓ પણ એમજ (ઈષ્ટસિદ્ધિ થયે છતે જ) ભોજન લે છે. પછી દેવના પ્રભાવે કરીને, જાણે ભૂમિ ફાટતી હોય નહીં એમ સહસા વર્ષાના ચિન્હો ઉત્પન્ન થયાં: મોટો વંટોળીઓ નીકળવાથી સર્વ તૃણવૃક્ષ-લતા પ્રમુખ ધ્યાન ધરીને રહ્યાં હોય નહીં એમ સ્થિર થઈ ગયાં અને શબ્દ કરતા પણ બંધ થયા. વળી લોકો પણ અત્યંત તાપથી
અતિશય વ્યાકુળ થતા છતાં વીંજણાઓથી કંઈક સુખ લેવા લાગ્યા. “આ સર્વવ્યાપક વિભુ શુન્ય કેમ છે ?” એમ કોઈએ કહ્યું હોય તે ઉપરથી જ જાણે તે પદાતિ જેવા મેઘવૃન્દથી સર્વત્ર છવાઈ ગયું. વળી “આપણા જેવા ઉન્નત જનકની સંતતિ થઈને આ વારિ (જળ) નીચ તરફ ગમન કરનારું થયું” એવા દુ:ખથી જ હોય નહીં એમ એ મેઘ પણ શ્યામ થઈ ગયા.
એટલામાં તો પૂર્વ તરફનો વાયુ વાવા લાગ્યો અને વૃષ્ટિ થઈ, કારણ કે ક્ષિતિના સંયોગ વિના બીજમાંથી પણ અંકુર નીકળતા નથી. જેમ જમ જળની મોટી મોટી ધારા વર્ષવા લાગી તેમ તેમ પથિકજનોના શરીરને વિષે કામના બાણનો પ્રહાર થવા લાગ્યો. પોતાની સ્થૂળ ધારા વડે પૃથ્વીને ભેદીને એણે અંદર પ્રવેશ કર્યો તે, તેને વિષે રહેલી પોતાની શત્રુરૂપ-ઉષ્માનો નિશ્ચયે નાશ કરવાને અર્થે જ હોય નહીં ! વળી વર્ષાઋતુરૂપ રાજાને આકાશ માર્ગે જવાને માટે આગળ દીપિકા હોય નહીં એમ વીજળી પણ અત્યંત ઝબકવા લાગી; જાણે એજ (વર્ષાઋતુ રૂપ) રાજાના, ત્રાંબાના બનાવેલા હોય નહીં એવા સુસ્વર શબ્દો ગ્રીષ્મઋતુરૂપ ભૂપતિનો અને તેની ઉષ્માનો પરાજય કરીને ફાટી જવા લાગ્યા. મેઘરૂપી વાજિંત્ર વગાડનાર ગર્જનાના મિષ થકી જાણે તે જ અવાજ કરતા હોય નહીં એમ શંકા થવા લાગી; નદી અને ઝરાના જળ પરસ્પર સ્પર્ધા કરતા હોય નહીં એમ પોતાના વેગથી શ્રવણેન્દ્રિયને
૧૦૪
૧. આકાશ. ૨. પગે ચાલનારું (સૈન્ય) ૩. દીવી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #120
--------------------------------------------------------------------------
________________
બહેરી કરી નાખતા જોસબંધ વહેવા લાગ્યા. ચાતકપક્ષીઓ પણ બાળકોની જેમ, લીલાએ કરીને ગ્રીવા (ડોક) નમાવી નમાવીને, જળ આપનાર મેઘથકી યથેચ્છપણે સ્વચ્છ જળનું પાન કરવા લાગ્યા. દેડકાઓ પણ “અમે જેવી રીતે જળને વિષે રહેવાથી જીવીએ છીએ તેવી રીતે અન્ય કોઈ જીવતું હોય તો કહો” એમ પૂછતા હોય નહીં એમ ત્વરા સહિત શબ્દ કરવા લાગ્યા વિસ્તારયુક્ત કલા-પાંખ-અને-સ્થિરદૃષ્ટિવાળા મયૂરો, નૃત્ય કરનારા પુરુષોની પેઠે ચરણને બરાબર રીતે મૂકી મૂકીને નાચ
કરવા લાગ્યા.
અહો ! આચાર અને વર્ણથકી ભિન્ન છતાં પણ નામે કરીને અભિન્ન (સમાન નામવાળાં) હોય છે એવાઓને પરસ્પર ઝટ મિત્રતા બંધાય છે; નહીં તો, બલાહકો (બગલાઓ) બલાહકો (વાદળાંઓ)ની પાસે (આ વખતે) આવ્યાં તે અન્યથા કેમ આવે ? (કારણ કે બગલાઓનો આચાર અને વર્ણ વાદળા કરતાં તદ્દન ભિન્ન છે; ફક્ત બંનેનું ‘બલાહક' એવું નામજ અભિન્ન-સમાન છે). મલિન એવા મેઘોએ વર્ષાવેલું જળ આપણી કાયાનો સ્પર્શ કરે છે એવા ખેદથી જ હોય નહીં એમ પદ્મિનીઓ (પદ્મના છોડવા) જળને વિષે ડુબવા લાગી. હંસપક્ષીઓ પણ જળથકી જન્મ પામેલા બિસતંતુ આદિના વિરહથી જ હોય નહીં એમ બહુ બહુ નવી નવી ખબર સહિત દૂર પ્રવાસે ચાલી નીકળ્યાં. (માનસ સરોવરે ગયાં કારણ કે વર્ષાઋતુ દરમ્યાન તેઓ ત્યાં જ રહે છે).
પૃથ્વી પણ પોપટના પીંછાના રંગ જેવા રંગવાળા ઘાસથી લીલીછમ થઈ ગઈ તે જાણે પોતાના પતિ શ્રેણિકરાજાનું આવું ભાગ્ય જોઈને રોમાંચિત થઈ હોય નહીં ! સિલિન્ધ-અશોક-કુટજ કેતકી અને માલતી પ્રમુખ વનસ્પતિઓને પણ જાણે આવો વિચિત્ર બનાવ જોવાનેજ હોય નહીં એમ, (ચક્ષુ સમાન) પુષ્પો આવ્યાં. વળી જાણે મેઘજળના છંટકાવને લીધે ઐરાવણ હસ્તિના શરીર પરથી ભૂમિ પર ટપકતા તેના અલંકારરૂપ સિંદૂરના બિન્દુઓ હોય નહીં એવા દેખાતા ઈન્દ્રગોપ નામના કીડાઓ સ્થળે સ્થળે દેખાવા લાગ્યા. બાળકો પણ રેતીના દેવમંદિર આદિ બનાવીને ક્રીડા કરવા લાગ્યા; કારણ કે પોતાનો સમય આવ્યે છતે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૦૫
Page #121
--------------------------------------------------------------------------
________________
કોણ પોતાના સ્વભાવ પર જતું નથી ?
આવે વખતે ધારિણીએ પૂર્વોક્ત પ્રકારે વૈભારગિરિની તળેટી આદિ સ્થળોને વિષે ફરીને નંદાની પેઠે પોતાનો દોહદ પૂર્ણ કર્યો. એ પ્રમાણે અભયકુમારે તેનો મનોરથ પૂર્યો; અથવા તો ચિંતિત વસ્તુને આપનાર તો કલ્પદ્રુમ જ હોય છે. જો આવા અભયકુમાર જેવા મંત્રીઓ ઘેર-ઘેર હોય તો કયા રાજાના મનોરથ અપૂર્ણ રહે ? પણ વનવનને વિષે કાંઈ કલ્પદ્રુમ હોય ? તિથિએ તિથિએ કાંઈ ચંદ્રમા પૂર્ણમંડળમાં દેખાય ? દ્વીપે દ્વીપે લક્ષયોજન વિસ્તારવાળો મેરૂપર્વત હોય ? દરેક સાગરને વિષે ગોક્ષીર સમાન જળ હોય ? અથવા નગરે નગરે તે રાજધાની હોય ? વળી સર્વ નિધાનોને વિષે મણીઓ કદિ હોય ? (અર્થાત્ ન જ હોય).
હવે અત્યંત સુખને વિષે રહેવાથી બહુ પુષ્ટ થયું છે શરીર જેનું એવી ધારિણી, બે પર્વત વચ્ચેની ખીણ હસ્તિને વહન કરે તેમ ઉત્તમ અને વજ્ર સમન ગુરુ એવા ગર્ભને વહન કરવા લાગી; છતાં પણ તે ગૂઢગર્ભા હોવાથી, એ, ગંભીર પુરુષના હૃદયને વિષે રહેલા રહસ્યની પેઠે જણાતો નહોતો. અનુક્રમે હર્ષમાં જ નવમાસ અને સાડાઆઠ દિવસ વ્યતિક્રમ્ય, ગ્રહો ઉચ્ચ લગ્નમાં આવ્યે છતે, શ્રેષ્ઠ તિથિને વિષે, રાણીએ, છીપ મુક્તાફળને જન્મ આપે, તેમ, એક લક્ષણવંત અને શરીરની કાન્તિથી મહેલને ઉધોતમય કરી મૂકતા, પુત્રને નિર્વિઘ્ને જન્મ આપ્યો.
તે દિવસે બહુ કરો (હસ્તો) જ હોય નહીં એવા સૂર્યના કરોથી પ્રમાર્જિત થયેલી દિશાઓ સર્વે નિર્મળ દેખાવા લાગી. આકાશે પણ, એ બાળક પર નિર્મળ ઉલ્લોચ (ચંદરવો) બાંધતું હોય નહીં એમ સુંદર કૃષ્ણપટ્ટમય વસ્ત્રને ધારણ કર્યાં. વળી તરત જ જન્મ પામેલા બાળકના, પલ્લવસમાન કોમળ અંગના સ્પર્શથી જ મૃદુતા પામ્યા હોય નહીં એમ પવનો પણ મૃદુપણે વાવા લાગ્યા. એટલામાં તો વૃક્ષને જઈને સ્પર્શ કરી આવવાની ક્રીડામાં પ્રવૃત્ત થયેલા બાળકોની પેઠે સર્વ દાસીઓ રાજાને વધામણી દેવા એકસાથે દોડી.
૧૦૬
એઓમાં એક શરીરે બહુ માંસલ હતી તેને પીડા થઈ; કારણ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #122
--------------------------------------------------------------------------
________________
કે ચાલવાની શક્તિ ન હોવાથી એ ભૂમિ પર માંડમાંડ પગલાં મૂકતી હતી. વળી એક બીજી પણ ચાલવાને અસમર્થ હોવાથી પોતાના અતિપુષ્ટ નિતંબ અને ઉરઃસ્થળને નિન્દવા લાગી પણ તેજ કારણને લીધે એક ત્રીજી સુકુમાર શરીરવાળી, દાસી દોડતી ગઈ. વળી એક અસ્પષ્ટ લોચનવાળી અને ચાલવાને અશક્ત એવી અતિવૃદ્ધ દાસી તો પોતાની વૃદ્ધાવસ્થા ઉપર બહુ કોપાયમાન થઈ. પણ એવી ત્વરિત ગતિના મહાવેગને લીધે હાલતાં છે પયોધર જેનાં એવી એક પ્રિયંવદા નામની દાસી નિતંબની સ્ખલનાને પણ નહીં ગણકારીને શ્વાસ ખાતી પણ હૃદયને વિષે હર્ષ પામતી, આડેઅવળે માર્ગે જતી અને પોતાની અનેક સખીઓને આનંદ પમાડતી સમુદ્રની પાસે નદી પહોંચે તેમ, મગધેશ્વર શ્રેણિકરાજાની પાસે સર્વ કરતાં ક્ષણવાર વહેલી પહોંચી.
પુષ્કળ શ્વાસથી હાંફતી હતી છતાં પણ દાન મળવાની આશાએ બોલી-હે પ્રભુ ! મારી વધામણી છે આપનો જય થયો છે, વિશેષ પ્રકારે જય થયો છે. ધારિણી દેવીને, રૂપમાં કામદેવનો પણ પરાજય કરે એવો અને અમારા મનોરથને પૂર્ણ કરનારો પુત્ર પ્રસવ્યો છે એ સાંભળી હર્ષ પામી રાજાએ “મારાં અંગોપાંગ તો સર્વે હર્ષના રોમાંચરૂપ આભૂષણથી ભૂષિત થયાં છે તો હવે આ અજાગલસ્તન જેવા આભરણો મારે શા કામનાં છે ?” એમ વિચારીને જ જાણે પોતાના દેહ ઉપરથી (મુકુટ સિવાય) સર્વ અલંકારો ઉતારી એ વધામણી લાવનાર પ્રિયંવદા દાસીને આપી દીધાં, આપણા અપરાધી એવા પણ શ્રીમંતોને કેદખાનાથી મુક્ત કરવામાં આવે છે તેમ એને દાસીપણાથી મુક્ત કરી. અન્ય દાસીઓને પણ રાજાએ યથાયોગ્ય દાન દીધું, કારણ કે આશા કરીને આવેલાની આશા મહાન પુરુષો પૂર્ણ કરે જ છે.
તે જ વખતે નરપતિ શ્રેણિક મહારાજાએ સમગ્ર નગરને વિષે ચિત્તને ચમત્કાર પમાડે એવો સુત-જન્મનો મહોત્સવ કરાવ્યો. કોમળ કંઠવાળી અને રૂપવતી વારાંગનાઓના નૃત્ય અને ગીત શરૂ થયા; વિદ્યાનંત કળાવિદ્ પુરુષો વાજિંત્ર વગાડવા લાગ્યા; કોયલના સમાન મધુર કંઠવાળી નારીઓ ધવલ મંગળ ગાવા લાગી અને દ્વારે દ્વારે તોરણ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૦૭
Page #123
--------------------------------------------------------------------------
________________
બંધાયાં. વળી નાગરિકજનો અક્ષતના પાત્ર લઈને આવવા લાગ્યા તેમને સામા ગોળ-ઘી આપવામાં આવ્યા; દ્રવ્યના ભંડાર છુટા મૂકવામાં આવ્યા અને અર્થીજનોને દાન દેવામાં આવ્યું. રાજાની આજ્ઞાથી તોલ અને માપ મોટાં કરવામાં આવ્યાં; અને દાસદાસીઓ હર્ષથી ઉછળવા લાગ્યા. ત્યાં નાના પ્રકારની કુશળતા ધરાવનારા પુરુષો નિશાળીયાઓને લઈને મહેતાજીઓ, અને મૂળાક્ષરના જનેતા પંડિતો ચોતરફથી આવવા લાગ્યા. વળી સ્થાને સ્થાને અને ચૌરે ચૌટે દેશાન્તરની લક્ષ્મીના પ્રવેશને અર્થે જ હોય નહીં એમ તોરણો ફરકવા લાગ્યાં. વળી હાટની શ્રેણી પણ (ત્યાં ઊડતા લટકતા) કસુંબાના વસ્ત્ર (ધ્વજાઓ)ના મિષથી જાણે આંગળીઓ ઊંચી કરીને “એક અભયકુમાર જ સર્વ મંત્રીઓને વિષે શિરોમણિ છે કે જેણે પોતાની માતાનો નહીં પૂરી શકાય એવો મનોરથ પૂર્ણ કર્યો એમ અન્યોન્ય સંવાદ કરતી જણાતી હતી. આ પ્રમાણે તે આખો દિવસ જાણે કલ્યાણમય-સ્વર્ગસુખમય અને આનંદ આનંદમય થઈ રહ્યો.
પછી ત્રીજા દિવસે નવા જન્મેલા પુત્રને સૂર્ય અને ચંદ્રમાના દર્શન કરાવ્યા, તે જાણે એટલા માટે કે તે કાન્તિ અને તેજમાં એમના સમાન થાય, છહે દિવસે તેના સ્વજનોએ ધર્મજાગરણ કર્યું. તે જાગરણ જાગ્રત રહેવાનો સ્વભાવ) ગ્રહણ કરવાને ઈચ્છાતુર એવા એ કુમારની સમક્ષ એ (જાગરણ)ની પ્રશંસા કરતા હોય નહીં એમ. દશમે દિવસે સૂતકની શુદ્ધિ કરવામાં આવી અથવા તો તીર્થકરોના જન્મસમયે પણ એમ કરવાનો કલ્પ(આચાર) હોવાથી તે યોગ્ય છે, તો શેષજનોને એમ કરવું જોઈએ એમાં તો શું કહેવું ? પછી બારમે દિવસે સંબંધીજનોને ભોજન જમાડીને રાજાએ પોતે, મુદ્રિકાને વિષે મણિની સ્થાપના કરે તેમ પુત્રને વિશે નામની સ્થાપના કરી (નામ પાડ્યું). એ ગર્ભમાં હતો ત્યારે એની માતાને મેઘનો દોહદ થયો હતો તેથી એના પિતાએ એનું “મેઘકુમાર' એવું ગુણયુક્ત નામ પાડ્યું.
અનુક્રમે પાંચ પાંચ ધાવમાતાઓના લાલન પાલનથી ઉછરતો મેઘકુમાર, દેવકન્યાઓથી કલ્પવૃક્ષ વૃદ્ધિ પામે તેમ, રાત્રિ દિવસ વૃદ્ધિ પામવા લાગ્યો; અને તેનાં બંધુ જનોએ તેનાં ચરણક્રમણ (પગે ચાલવું તે)-કેશવપન
૧૦૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #124
--------------------------------------------------------------------------
________________
મુંડન-અને નિશાળગરણું આદિ કર્યા. કુમાર પણ, વહાણ વાયુની સહાયથી સમુદ્રનો પાર પામે, તેમ, બુદ્ધિના ઉત્કર્ષથી સકળકળાનો પાર પામ્યો (સકળકળાને વિષે પ્રવિણ થયો); અને એક ઉત્તમ તરવૈયો (તરનાર) જેમ સમુદ્રને તરીને દ્વીપને પ્રાપ્ત કરે તેમ કૌમારાવસ્થાને ઉલ્લંઘીને, તેણે મનોહર એવી યૌવનાવસ્થાને પ્રાપ્ત કરી. એટલે પિતાશ્રેણિકરાજાએ તેને સમાનકુળને વિષે જન્મેલી, સમાન વયની, સમાનરૂપસૌંદર્યવાળી અને સૌભાગ્યલક્ષ્મીથી વિરાજતી એવી આઠ રાજકન્યાઓની સાથે પાણિગ્રહણ કરાવ્યું; અને પ્રત્યેક વધુને કૈલાસ સમાન ધવળ અને ઉન્નત એવો એકેક રહેવાનો મહેલ તથા અકેક કોટિ રૂપું અને સુવર્ણ આપ્યાં. બીજી પણ તેમને યોગ્ય એવી વસ્તુઓ રાજાએ આપી; અથવા તો રાજવસ્તુઓ આ પ્રમાણે વણિકજનની વધુ કરતાં અધિક છે. પછી મેઘકુમાર, શક્રનો સમાનિક દેવતા સ્વર્ગને વિષે અપ્સરાઓની સાથે ભોગવે તેમ, એ આઠે રાજપુત્રીઓની સાથે ભોગવિલાસ અનુભવવા લાગ્યો.
પછી રાજકુમાર પોતાની પ્રિયાઓ સાથે કોઈ કોઈ વખત “ગૂઢચતુર્થ” આદિ સમસ્યાઓથી વિનોદ કરવા લાગ્યોઃ- (કારણ કે વિદ્વાન જનની, પ્રિયાઓ સાથે આવી જ ગોષ્ટી હોય છે, તેની પત્નીઓએ પ્રથમ પૂછ્યુંહે નાથ !
જેણે પરાભવ કર્યો નિત્ય કામનો છે, અજ્ઞાન-હસ્ત-દલને વળી કેસરી જે,
તે સંદરો" અયમીના અઘ° નિત્યમેવ, આ કાવ્યનું ચતુર્થ પાદ ગૂઢ છે તે આપ પૂરો.” આવી, પ્રિયાઓએ ગૂઢચતુર્થપાદ' સમસ્યા પૂછી તે લીલામાત્રમાં સમજી જઈને કુમારે પૂર્ણ કરી કે,
૧. જેનું ચોથું પદ ગૂઢ હોય તે. ૨. કામદેવનો. ૩. અજ્ઞાનરૂપી હસ્તિનો નાશ કરવામાં. ૪. સિંહ (જેવા) છે.
પ. નાશ કરો. ૬. જેમને પોતાની ઈન્દ્રિયો પર યમ (કાબુ-દાબ) નથી હોતો એવા (પ્રાણીઓ)ના. ૭. પાપ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૦૯
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રી નાભિરાયસુત આદિજિનેશદેવ. પતિની આવી ઉત્તમ પાદપૂર્તિ સાંભળી હર્ષ પામી પ્રિયાઓએ કહ્યુંહે નાથ ! હવે આપ પૂછો.
એટલે કુમારે પૂછ્યું“જન સરવે શું ઈચ્છે, સજ્જિત ચાપે સુભટ શું આરોપે ? શાનો “ગૃહ' પર્યાયી, સત્ત્વવાન શું પરને નવ સોંપે ?”
આ “ચલબિંદુક સમસ્યા સમજાવો.” એટલે રાજકુમારીઓએ પણ ક્ષણવાર વિચાર કરીને કહ્યું- હે આર્યપુત્ર ! સમજાયું. આપના પ્રશ્નનો ઉત્તર “શરણગ” એ ચાર અક્ષરના શબ્દમાં આવી જાય છે, વળી પ્રિયાઓનો પૂછવાનો વારો આવ્યો એટલે એમણે પૂછ્યું :
અંકુરો ઉપજે શાથી ? દેવનું વળી ભોજ્ય શું ? નારી પતિવ્રતા કેવા સ્વામીને કહો ઈચ્છતી ? ધ્યાવે તથા મુનીન્દ્રો શું સદા તન્મય મન કરી ? નાથ ! ધો એહ ચારેનો, એક શબ્દ જ ઉત્તર. ૪
એ સાંભળીને કુમારે તરત જ ઉત્તર આપ્યો-અમૃત. વળી પણ. તેણે પ્રશ્ન કર્યો :
“રવિ કો' શું વિસ્તારે પ્રાતઃ સઘળે પ્રકાશને કરતી ? જિનપતિમુખઅંભોજે કોણ રહે ભવિજનમન ઉપદિશતી ? નદી ગંગા-ઉલ્લંઘી પાર ગયા એ કહો કૃષ્ણ કેવા ? ચૈત્યરક્ષણે કોને અષ્ટાપદ પર સગરપુત્ર લાવ્યા ?” આ “વ્યસ્તસમસ્ત' સમસ્યાનો તેની સ્ત્રીઓએ ઉત્તર આપ્યો-ભા
૧. સર્વે શું ઈચ્છે ? આ એટલે સુખ. તૈયાર કરેલા ચાપ-ધનુષ્ય પર શું આરોપે ? શર બાણ. વળી ગૃહ શબ્દ શાનો પર્યાયી છે ? શRUT નો (RUT શબ્દનો અર્થ “ગૃહ” પણ થાય છે.) સત્ત્વવાન પુરુષ સામાને શું ન સોંપે ? શરVIRI એટલે શરણે આવેલ (પ્રાણી).
૨. અમૃત (૧) જળ (૨) અમૃત ભોજન (૩) અમર (૪) મોક્ષ. ૧૧૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #126
--------------------------------------------------------------------------
________________
(પ્રભા), ગીર (વાણી-સરસ્વતી), રથી (રથવાળા-રથને હાથમાં લઈને ગંગાનદી તરી ગયા હતા એ. ભાગીરથી (ગંગાનદી).
વળી સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો :
પ્રિય ! સાગરની પુત્રી કોણ ? કહો વળી મેઘ હોય કેવા ? ચરણપ્રતિષેધાર્થી પંચાક્ષરથી બન્યા શબ્દ છે કયા ? સર સુંદર કયું કે'વું ? ધનેશ નર કયો કો' આ જગમાંહિ ? એ પાંચે પ્રશ્નોનો એક શબ્દમાં ઉત્તર ધો સ્વામી.
એ સમસ્યા સાંભળી ક્ષણવાર મનન કરી સમજી જઈ કુમારે એનો ઉત્તર આપ્યો-પદ્માકર. (૧) પદ્મા=લક્ષ્મી, એ સાગર (સમુદ્ર)માંથી નીકળી છે માટે એની પુત્રી કહેવાય છે. (૨) પદ્માકર. પદ્મા એટલે લક્ષ્મી અર્થાત્ દ્રવ્ય-એના આકર (ખાણ) રૂપ. મેઘ દ્રવ્યની ખાણ છેસર્વ સંપત્તિ મેઘ (-વૃષ્ટિ) ઉપર આધાર રાખે છે. (૩) પદ્માકર = પ+મા+કર. આમાં પાંચ અક્ષરો છે એ ચરણને પ્રતિષેધ કરનારા છે. (૪) પદ્માકર = પદ્મ + આકર = કમળ પુષ્પોના સમૂહવાળું. પુષ્કળ કમળો હોય એવું સરોવર સુંદર કહેવાય. (૫) પદ્માકર = પદ્મ + આકર. ‘પદ્મ' એ એક મોટી સંખ્યા છે. એટલે એક પદ્મ દ્રવ્યવાળો હોય એ આ પૃથ્વી પર ધનેશ્વર એટલે કુબેર કહેવાય.
કુમારે સમસ્યા પૂરી એટલે એની ઉત્કૃષ્ટ બુદ્ધિની પ્રશંસા એની સ્ત્રીઓએ કરી.
પછી કુમારે સમસ્યા પૂછી
:
નીપજાવે કો ધાન્યને ? ગમનહેતુ કયો હોય ? નિર્ભય ગૃહ કયું મત્સ્યનું ? હિમાગમે શું જોય ?
એનો ઉત્તર એની સ્ત્રીઓએ બરાબર વિચાર કરીને આપ્યો :કંપનદ. (૧) ‘કં' એટલે જળ ધાન્યને નીપજાવે છે. (૨) પદ એટલે ચરણ જવા આવવામાં હેતુ એટલે સહાયક છે. (૩) મત્સ્યોનું નિર્ભય અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૧૧
Page #127
--------------------------------------------------------------------------
________________
સ્થળ “નદ' એટલે સમુદ્ર છે. (૪) હિમાગમે એટલે શિયાળામાં કંપશીત (ઠંડી)ને લીધે ધ્રુજવાનું છે. પછી કુમારની સ્ત્રીઓએ વધારે વિષમ સમસ્યા પૂછી :
સમર્ણાર્થી કયો શબ્દ કો' કંઠતણું શું નામ ? પત્રવાચિ પદ શું ? કરે કોણ કણવર્ધન કામ ? ૧ એક નરનાથવિશેષ કયો ? કયો કો' શબ્દ મધૂર ? નૃપજયહેતુ કોણ ? શો બુમ્ન–અર્થ લાહો ઊર ? ૨ વિષ્ણુ-રોગ-ને તાત-નુંએક અવ્યયનું નામ નીકળે આ સમસ્યા થકી;
અંતિમ “લ” તણું ઠામ. ૩ ક્ષણમાત્ર વિચાર કરી કુમારે આનો ઉત્તર આપ્યો : અગદજનકબતä. (૧) “અલ’ શબ્દ: સંસ્કૃતમાં સમર્થ અર્થમાં વપરાય છે. (૨) ગલ કંઠ (ગળું) (૩) દલ દળ એટલે પત્ર કે પાંદડું. (૪) જળ ધાન્યનીપજાવે છે. (૫) એક રાજા નળરાજા. (૬) “કલ' શબ્દનો અર્થ મધુર થાય છે. (૭) બળ=સૈન્ય. (૮) બુઘ્ન એ તળ એટલે તળીઆનું નામ છે. વળી “અગદ જનકબતલ'માં “અ” એ “વિષ્ણુનું નામ છે; “ગદ' એ “રોગ’નું નામ છે; “જનક' એટલે “પિતા” થાય છે; “બત' એ એક (સંસ્કૃત) અવ્યય છે; અને છેલ્લો અક્ષર “લ' છે.
કુમારે આમ સમસ્યા પૂરી એટલે એની સ્ત્રીઓ બોલી- અહો ! આપનો મતિવૈભવ બૃહસ્પતિને પણ જીતી લે એવો છે; આપની આ બુદ્ધિ ઉત્કૃષ્ટ-સર્વ કરતાં ચઢે એવી છે-અલૌકિક છે; તેથી જ આપ અમારી વિષમ સમસ્યા સમજી શક્યા છો. હવે, હે સ્વામિનાથ ! આપ કંઈ વિશેષ વિષમ હોય એવું પૂછો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૧૨
Page #128
--------------------------------------------------------------------------
________________
એ પરથી કુમારે પૂછ્યું :
ચતુરાઈ શામાં વસે ?
ક્યાં જન્મોત્સવ થાય અરિહંત-પરમેશનો સુર-સુરઇન્દ્ર મિલાય ? અતિ પ્રજ્ઞા કયા મનુષ્યમાં ?
ક્યાં કસ્તુરી થાય ? તતશીલ-ભાવના અર્થમાં પ્રત્યયદ્વય કયા સ્કાય ? કહો પંખીડાં ક્યાં વસે ? કયાં જળ છે દુર્લભ ? સ્ત્રીનો કેવા નર વિષે
રમે સદા નિજ અપ્પ ? ૩ આ સમસ્યા સ્ત્રીઓએ બહુ બહુ વિચારી જોઈ પરંતુ એમનાથી સમજાઈ નહીં. એટલે એઓ બોલી-અહો ! આર્યપુત્રે અમારી દુર્લક્ષ્ય એવી પણ સમસ્યા ક્ષણમાત્રમાં પૂરી; પરંતુ અમો સર્વે એકત્ર મળીને પણ આપની સમસ્યા સમજી શકતી નથી. અથવા તો પુષ્કળ નદીઓ એકઠી મળવાથી કંઈ સાગર બનતો નથી; ઘણી દીવી હોય તોપણ તે સૂર્યના પ્રકાશની બરાબર થતી નથી. આમ બોલતી બોલતી એઓએ કુમારને કહ્યું-આર્યપુત્ર ! હવે આપના પ્રશ્નનો ઉત્તર આપ જ આપો.
કુમારે મંદ હાસ્ય કરીને ઉત્તર આપ્યો : કામેગુરુરૂતમચારી. (૧) કારી.” કારૂ એ સંસ્કૃત શબ્દનો અર્થ શિલ્પશાસ્ત્ર થાય છે. કારી એટલે એવા શિલ્પ-હુન્નર કળાને વિષે જ વિજ્ઞાન છે. (૨) મેરૌ=મેરૂ પર્વત ઉપર-ભગવાનનો જન્મોત્સવ થાય છે. (૩) અતિપ્રજ્ઞા “ગુરી' એટલે ગુરુને વિષે હોય છે. (૪) કસ્તુરી “રૂરી' એટલે રૂરૂ-મૃગને વિષે-મૃગની નાભિમાં થાય છે. (૫) સંસ્કૃત વ્યાકરણમાં રૂ પ્રત્યયો તાશીલ્ય અર્થમાં વપરાય છે. (૬) પક્ષીઓ “તરી' એટલે તરૂ પરવૃક્ષ પર રહે છે. (૭) “મરી” એટલે મરૂ ભૂમિને વિષે (મારવાડ દેશમાં) અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૧૩
Page #129
--------------------------------------------------------------------------
________________
જળ બહુ દુષ્યપ્રાપ્ય છે-મળતું નથી. (૮) “ચારી' એટલે સુંદર પુરુષને વિષે સ્ત્રી બહુ મોહ પામે છે-સુંદર પુરુષને જોઈને એનો અપ્પ-આત્મા મૂઢ બની જાય છે.
એ પ્રમાણે મેઘકુમાર પ્રેમની શાળારૂપ એવી પોતાના પ્રિયાઓની સંગાથે પ્રશ્નોત્તરાદિએ કરીને સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યો.
શ્રેણિક રાજાને અનુક્રમે જુદી-જુદી રાણીઓથી નંદિષેણ-કાળ પ્રમુખ શુરવીર પુત્રો થયા; કારણ કે સિંહના પુત્ર સિંહ જ હોય છે. તે કૃણિત. આદિ સર્વ પુત્રોને તેણે રાજકન્યાઓ પરણાવી. કારણ કે પુત્રને વિષે પિતાનો મનોરથ શું કદિ પણ ન્યૂન હોય છે ? પછી અભયકુમારે પોતાના ભાઈઓને સાથે લઈને અશ્વમેલન આદિ ક્રીડાઓમાં કેટલાક દિવસ નિર્ગમન કર્યા.
- એવામાં એકદા જેમણે પોતાના ગુરુજનના આગ્રહથી ગૃહસ્થાશ્રમને વિષે રહી પછી સકળ સામ્રાજ્યને તૃણની પેઠે ત્યજી દઈને પ્રવજ્યા ગ્રહણ કરી હતી, જેમણે પોતે નિઃસંગ છતાં પણ પોતાનું અર્ધ દેવદૂષ્ય વસ્ત્ર બ્રાહ્મણને આપી દીધું હતું, જેમણે પોતે અનન્તવીર્યવાળા છતાં પણ મહા મહા ઉપસર્ગો સહન કર્યા હતા, જેમણે સર્વ ઘાતિકર્મનો નાશ કરીને કેવલજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરી હતી; વળી જેમની સમીપે દેવતાઓ કિંકરની પેઠે લુંઠન કરતા હતા; જેમનું શરીર સુગંધમય તથા રોમપ્રસ્વેદથી રહિત હતું; જેમનું રૂધિર ક્ષીરધારા સમાન અને માંસ પાંડુર હતું; જેમના આહાર-વિહાર ચર્મચક્ષુવાળાઓને (માનવીઓને) અદેશ્યા હતા; જેમનો નિ:શ્વાસ સુગંધમય હતો; આવા જન્મની સાથે જ પ્રાપ્ત. થયેલા અતિશયોના ધણી, કે જેમના કેશ-રોમ-નખ અને શ્મશ્ન કદાપિ વૃદ્ધિ ન પામતાં એ જ સ્થિતિમાં રહેતા હતા; અને જેઓ, આકાશને વિષે જેમ સૂર્ય તેમ, પૃથિવીને વિષે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરતા હતા; એવા દાક્ષિણ્યનિધિ શ્રી મહાવીર ભગવાન નાના પ્રકારના નગરગ્રામ આદિથી પૂરાયેલી એવી ધરણીને વિષે પોતાની વાણીથી ભવ્યજનોરૂપ. કમળોને પ્રબોધ પમાડતા વિચરતા વિચરતા, જાણે શ્રેણિકરાજા વગેરેના ઉત્કૃષ્ટ ભાગ્યોદયથી આકર્ષાઈને જ હોય નહીં તેમ રાજગૃહ નગરી
૧૧૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #130
--------------------------------------------------------------------------
________________
ભણી આવ્યા.
સર્વજ્ઞ એવા શ્રી વીરસ્વામીના ચરણતળે સુવર્ણના કમળો શોભતા હતા; તે જાણે સ્વર્ગગંગાને વિષે પોતાના વાસથી (થયેલી) પોતાની જડ (ળ) તાથી મુક્ત થવાને અર્થે જ (તેમના ચરણનો સ્પર્શ કરવાને જ) આવ્યા હોય નહીં ! માર્ગને વિષે ભગવાને અનુકૂળ શકુનો થયા; અથવા તો, ત્રણ લોકના નાથને તો બધુંયે વિશ્વ અનુકૂળ જ હોય છે. વળી, જાણે પોતાના વિરૂપપણાને બતાવવાને અનાતુર હોય તેમ મૃદુ પવનો પણ પ્રભુના પૃષ્ટભાગે વાતા હતા. વળી વૃક્ષો પણ જાણે “અમે સ્થાવર હોવાથી આપના વ્યાખ્યાનને વિષે આવી શકવાના નથી” એમ કહીને પ્રભુને માર્ગને વિષે જ પ્રણામ કરતા હતા. કંટકો પણ “આમણે સર્વ ભાવકંટકોને તો ચૂર્ણ કરી નાંખ્યા તો આપણા જેવાની તો વાતા જ શી” એમ સમજીને જ જાણે અધોમુખ થતાં હતા.
ઊંચે વિસ્તરતી કાન્તિના સમૂહવાળું ધર્મચક્ર પણ જાણે દંડ લઈને ચાલતો પ્રતિહાર હોય તેમ, પ્રભુની આગળ ચાલતું વિરાજતું હતું. વળી “પ્રભુનો અન્તસ્તાપ તો ક્યારનો શમી ગયો છે પણ એમને હવે બાહ્ય તાપ સુદ્ધાં ન રહો” એટલા માટે જ જાણે તેમના મસ્તક પર ત્રણ કાન્તિમાનું છત્રો શોભી રહ્યાં હતાં. વળી પ્રભુની આગળ ધર્મધ્વજ ચાલતો હતો તે પણ “મારો બધુ તો સૌધ (મહેલ) ને વીષે રહેલો છે” એમ ઘુઘરીઓના શબ્દના મિષથી કહેતો હોય નહીં અને હાલના વસ્ત્રને બહાને લાલન કરતો હોય નહીં ! વળી પ્રભુની આગળ બે શ્વેત ચામરો સુંદર રીતે વીંજાતાં હતાં, તે જાણે તેમના યશરૂપી હંસનું જોડલું ક્રીડા કરતું હોય નહીં ! વળી પાદપીઠયુક્ત સુંદર આસન પણ પ્રભુની સાથે સાથે આકાશને વિષે ચાલતું હતું, તે જાણે માર્ગને વિષે પ્રભુને વિશ્રામ લેવાને અર્થે જ હોય નહીં ! આ પ્રમાણે દેવાધિદેવ એવા શ્રી વીરતીર્થકર અનેક કોટિબદ્ધ દેવતાઓના પરિવાર સહિત રાજગૃહનગરે સમવસર્યા.
તે સમયે વાયુકુમાર દેવતાઓએ સાક્ષાત્ પોતાની જ રજ (દોષ)ની જેમ, એક યોજન પ્રમાણ ભૂમિમાંથી રજ (ક્યરો) દૂર કર્યો. પછી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૧૫
Page #131
--------------------------------------------------------------------------
________________
મેઘકુમાર દેવતાઓએ જાણે પોતાના જ પુણ્યરૂપી બીજ વાવવાને અર્થે જ હોય નહીં તેમ તે ભૂમિ પર ગંધોદકની મહાવૃષ્ટિ કરી. પછી દેવતાઓએ એ ભૂમિને વિષે રત્ન-મણિ-સુવર્ણ આદિ જડી લીધાં; કારણ કે ઉત્તમ રેખાયુક્ત ચિત્ર પણ ભૂમિ શુદ્ધ ન હોય તો દીપતું નથી. ત્યારપછી દેવોએ બહુજ સુગંધના પ્રસારથી સકળ આકાશ તળને ભરી મૂકતા પંચવર્ણના વિકસ્વર પુષ્પોની, ડાંખળીઓ નીચે અને પાંખડીઓ ઉપર રહે એમ, જાનુ પ્રમાણ વૃષ્ટિ કરીઃ નિશ્ચયે સુમન (દેવતા) અનુકૂળ. છતે સુમન (પુષ્પોની એવી વૃષ્ટિ પરત્વે કંઈ વિચિત્રતા નથી.
પછી વૈમાનિક દેવતાઓએ પહેલો રનમય ગઢ રચ્યો; અથવા તો, પ્રથમ મહાન્ પુરુષો માર્ગ દર્શાવે છે. પછી જાણે એ રત્નમય ગઢની રક્ષાને અર્થે જ હોય નહીં એમ જ્યોતિષ્ક દેવોએ ક્ષણમાં બીજો સુવર્ણનો પ્રાકાર રચ્યો. વળી “પ્રભુના પ્રસાદથી આનો દુર્વર્ણતાવાદ જતો રહો” એવા આશયથી જ હોય નહીં એમ ભવનપતિ દેવતાઓએ ત્રીજો અને છેલ્લો રૂપ્યમય પ્રાકાર રચ્યો. પછી એ ત્રણે પ્રાકારપર તેમણે મણિરત્ન-અને સુવર્ણના કાંગરા રચ્યા, તે જાણે મોહરૂપી ભિલ થકી મનુષ્ય તેમજ તિર્યંચોની રક્ષા કરવાને અર્થે જ હોય નહીં !
પછી ગીતાર્થ સૂરિઓએ પૂર્વે સૂવાનુયોગને વિષે સુખે પ્રવેશ કરવાને દ્વાર રચ્યાં હતાં તેમ, એમણે પૂર્વાદિ ચારે દિશાઓને વિષે, પ્રત્યેક પ્રાકારે પદ્મરાગ-ઈન્દ્રનીલ પ્રમુખ સર્વરત્નોમય ચાર ચાર દ્વારા રચ્યાં. વળી વ્યંતર દેવોએ કામદેવનું સંસ્થાન-એવી પુતળીઓ અને છત્રો યુક્ત સર્વ પ્રકારના રત્નમય તોરણો રચ્યાં. પછી દ્વિતીય પ્રાકારને વિષે તેમણે ત્રણ છત્રપીઠ-અશોકવૃક્ષ-ચામરો-અને-દેવચ્છન્દ એટલાં વાનાં રચ્યાં. વળી તેમણે ત્યાં મત્સરરૂપી મશકો (મચ્છર-ડાંસ)થી પ્રાણીઓનું રક્ષણ કરવાને અર્થે જ હોય નહીં એમ કાલાગુરુ-કપુર-આદિથી મિશ્ર એવો ધૂપ કર્યો. એ પ્રમાણે જેજે કરવાનું હતું તે સર્વ વ્યન્તર દેવોએ કર્યું; કારણ કે એમને અન્ય ગમે તેવો નિયોગ કરવો પડે છે તો આવો સુખકારક (નિયોગ)
૧. દુર્વર્ણ-રૂપું. માટે રૂપામાં દુર્વર્ણતા છે. દુર્વર્ણનો બીજો અર્થ ખરાબ વર્ણ
રંગ.
૧૧૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #132
--------------------------------------------------------------------------
________________
તો તેઓ કરે જ એમાં તો કહેવાનું જ શું?
પછી દેવતાઓથી સંચાર કરાતા કમળપુષ્પો પર ચરણન્યાસ કરતા શ્રી વીરપ્રભુએ પૂર્વદ્વારેથી સમવસરણને વિષે પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને એમણે બત્રીશધનુષ્ય પ્રમાણ ઊંચા એવા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી; કારણ કે મહંત પુરુષો નિત્ય સ્થિતિ (ચાલતા આવતા રિવાજ)નું અનુસરણ કરનારા હોય છે. પછી પૂર્વ દિશા તરફ મુખ કરીને પ્રભુ સિંહાસન પર વિરાજમાન થયા; અને નમસ્તીય (તીર્થને-ચતુર્વિધ સંઘને નમસ્કાર થાઓ) એમ બોલ્યા; કારણ કે જિનેશ્વર ભગવંતને પણ શ્રીસંઘ પૂજ્ય છે. પછી દેવતાઓએ શેષ દિશાઓને વિષે પ્રભુના પ્રભાવથી બિંબ રચ્યાં; તે પ્રભુના જેવાં દેખાવા લાગ્યાં; કારણ કે દેવતાઓ એ પ્રકારના કાર્યને વિષે સમર્થ હોતા નથી. કારણ કે (દષ્ટાન્ત તરીકે) સર્વે પણ દેવતાઓ એક અંગુષ્ઠપ્રમાણ રૂપ કરે તો પણ તે જિનેશ્વરના અંગુષ્ઠની પાસે ગુંજાફળ (ચણોઠી)ની પેઠે જણાતું જ નથી. વળી પ્રભુના દેહના અનિર્ભયપણે પ્રસરતા તેજને લોકો સહન કરી શકશે નહીં એમ ધારીને જ જાણે હોય નહીં તેમ, તેમના (પ્રભુના) પૃષ્ટ ભાગને વિષે તેમણે, દ્વારના આગળીઆની જેમ નિત્ય-સેવાને અર્થે ભામંડળની સ્થાપના કરી. પછી એ દેવતાઓએ દુંદુભિનો નાદ કર્યો, તે જેમ મોટો મોટો થતો ગયો તેમ તેમ મોહરાજા શોકસહિત પોતાનું શીષ કુટવા લાગ્યો. ' હવે દેવદુંદુભિનો નાદ થયો એટલે સર્વ કોઈ ભગવાનના સમવસરણને વિષે આવવા લાગ્યા. સાધુઓ-વૈમાનિક દેવીઓ-અને સાધ્વીઓ સર્વે પૂર્વ દિશાના દ્વારે પ્રવેશ કરી પ્રભુની પ્રદક્ષિણા કરી તથા તેમને નમન કરીને અગ્નિકોણમાં બેઠા. જ્યોતિષ્ઠભવનનના અધિપતિ- દેવતા તથા વ્યંતરદેવતાઓની અંગનાઓ દક્ષિણદ્વારે પ્રવેશ કરીને નૈઋત્યકોણને વિષે બેઠી. ભવનપતિના દેવતાઓ તથા જ્યોતિષ્કદેવતાઓ પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરીને પ્રભુને નમીને વાયવ્ય કોણને વિષે બેઠા. વૈમાનિક દેવતાઓ તથા મૃત્યુલોકના નર-નારીઓ હર્ષસહિત ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરીને ઈશાન કોણને વિષે બેઠા. પછી શ્રી ગૌતમ ગણાધીશ સર્વ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૧૭
Page #133
--------------------------------------------------------------------------
________________
કેવલિમહારાજની આગળ અને શ્રીમાન વીરપ્રભુની પાસે જ બેઠા; કારણ કે એવો જ શાશ્વતકાળથી નિયમ છે.
પછી મહદ્ધિદેવતાને આવતા જોઈ સર્વ તેને નમન કરવા લાગ્યા, અને એ બેઠો એટલે, એને નમતા ગયા; કારણ કે લોકને વિષે પણ ઉચિત શોભે છે તો જિનભગવાનના શાસનને વિષે શોભે એમાં તો કહેવું જ શું. અહો ! ધન્ય છે, ત્રણ જગતના સ્વામીના આવા-અવર્ય-લોકોત્તર પ્રભાવને ! કે જેને લીધે બીજા કોટને વિષે હસ્તિ-અને-સિંહ, ભેંસઅને–અશ્વ, હરિણ-અને-સિંહ, બિલાડી-અને-ઉંદર, નકુળ-અને-સર્પ પ્રમુખ અન્યત્ર-નિત્ય-મત્સરભાવને ધારણ કરનારા પ્રાણીઓ, પોતાના એ સહજ વૈરનો ત્યાગ કરીને સાથે રહેલા છે. ત્રીજા પ્રાકારને વિષે સર્વ વાહનો રહ્યાં હતાં; અહો ! જેમને જિનેશ્વર ભગવાનના દર્શન થાય એવા અભિયોગી'ને પણ ધન્ય છે ! સર્વે દેવતાઓ હર્ષથી ગર્જના કરવા લાગ્યા, નાચવા કુદવા લાગ્યા, આળોટવા લાગ્યા, ગાવા લાગ્યા, આનંદ કરવા લાગ્યા, તથા હોંશેહોંશે પ્રભુને વાંદવા લાગ્યા. એટલામાંતો જેમ શરીરને વિષે અસંખ્યાત જીવપ્રદેશ સમાયેલા છે તેમ યોજનમાત્રના માનવાળા સમવસરણને વિષે અસંખ્યાત પ્રાણીઓનો સમાવેશ થઈ ગયો.
અહીં પ્રભુના આગમનથી આ પ્રમાણે હર્ષનાદ થઈ રહ્યો હતો એવામાં તો ઉદ્યાનપાલકે જઈને રાજાને હર્ષની વધામણી આપી કે-હે રાજન ! જેમના વિહારની પૂર્વે જ ઉત્પન્ન થયેલા રોગો નષ્ટ થઈ જાય છે (ભાવરોગ સુદ્ધાં નાશ પામે છે તો બાહ્યરોગનું તો શું જ કહેવું ?) વળી જેમને જોઈને છ ઈતિઓ દૂર થાય છે, છ ભાવશત્રુભયા પામીને જ હોય નહીં તેમ જતા રહે છે, વાઘ અને બકરીને વૈર રહેતું નથી, અને સંગ્રામ થકી કાયર પુરુષ જ જેમ તેમ, મરકીનો ઉપદ્રવ પલાયન કરી જાય છે; વળી જેમના આગમનથી દુભિક્ષ અને યુદ્ધકલહ પણ નાસીને ક્યાં જતા રહે છે તેની ખબર સુદ્ધાં પડતી નથી (અથવા
૧. સેવકવર્ગ. ૨. જુઓ પૃષ્ઠ ૬ માની ફુટનોટ ૩
૧૧૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #134
--------------------------------------------------------------------------
________________
તો સહસ્રકિરણવાળો સૂર્ય ઉદય પામ્ય છતે જડતા અને અંધકાર ક્યાં સુધી રહે ?); જેમના વીતરાગપણાને લોભાવવાને જ જાણે હોય નહીં એમ પાંચે ઈન્દ્રિદ્યાર્થી મનરંજક બની જાય છે; અને જેમના નામ શ્રવણથી પણ આપને પરમ આનંદ ઉત્પન્ન થાય છે એવા, ત્રિશલા રાણીની કુક્ષિએ જન્મેલા, સિદ્ધાર્થરાજાના પુત્ર શ્રી મહાવીરસ્વામી આવીને ગુણશીલ ચૈત્ય સમવસર્યા છે.
હે પ્રભો તેમના આવવાથી ઉધાનને વિષે સર્વ ઋતુઓ જાણે એમનાં દર્શન કરવાને જ હોય નહીં એમ સમકાળે પ્રાદુર્ભાવ પામી છે. (જુઓ) સર્વ ઋતુઓને વિષે શિરોમણિ એવી વસંતઋતુ આવી હોય નહીં એમ, મૃદુવાયુથી જાણે નૃત્ય કરતી એવી આમ્રવૃક્ષની શાખાને વિષે કોકિલા ગાયન કરી રહ્યા છે. અનેક વિકાસ પામતા કદમ્બ વૃક્ષના પુષ્પોની રેણુને લીધે સૂર્યના કિરણોને જાણે કોમળ કરી નાખતી એવી ગ્રીષ્મઋતુ પણ આવી પહોંચી જણાય છે. કરવતથી જ હોય નહીં એમ કાંટાવાળા કેતકી પુષ્પોથી વિયોગીજનોનાં હૃદયને ભેદી નાખનારી વર્ષાઋતુ પણ વિકાસ પામવા માંડે છે. વળી તે સ્વામિન્ ! નવીન અને શ્રેષ્ઠ એવાં વિકસ્વર કમળોથી શરઋતુ પણ જાણે ભગવાન્ વીરસ્વામીની પૂજા કરીને પોતાને કૃતકૃત્ય કરશે. કામીજન તુલ્ય હેમન્તઋતુ પણ પોતાના કુન્દપુષ્પોની કળીઓરૂપ નખોથી જાણે દિશારૂપી વધુઓના ઉરંગ વક્ષ:સ્થળ ઉપર સત (નખક્ષત-પ્રહાર) કરવાની ઈચ્છા કરે છે. બે સાથેસાથેની ઋતુમાં ઉત્પન્ન થનારાં કુન્દ અને સિદ્વાર પુષ્પો યે આ શિશિરઋતુમાં આવ્યાં જણાય છે; અથવા તો શિશિરને (ઠંડી પ્રકૃતિવાળાઓને) આખું જગત્ પોતાનું જ છે.
ઉદ્યાનપાલકની એ વધામણી સાંભળીને રાજા, વસન્તસમયે આમ્રવૃક્ષ કુસુમોના સમૂહથી પૂરાઈ જાય તેમ, સર્વ અંગે હર્ષના રોમાંચથી પૂરાઈ ગયો. એણે એને પ્રીતિપૂર્વક પુષ્કળ ઈનામ આપ્યું; કારણ કે જિનેશ્વરભગવાનના ખબર લાવનારને તો રાજ્યનું દાન દેવું એ પણ થોડું છે. પછી સત્વર રાજાએ પ્રભુને વંદન કરવા જવા માટે સર્વ સામગ્રી તૈયાર કરાવી; કારણ કે પ્રથિવી પર આવી ચઢેલા કલ્પદ્રુમના દર્શનને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ, ત્રીજો)
૧૧૯
Page #135
--------------------------------------------------------------------------
________________
વિષે કોને અભિલાષા થતી નથી ? સેવકોએ તતક્ષણ હસ્તિ-અશ્વ-રથાદિ તૈયાર કર્યા; કારણ કે રાજાની આજ્ઞાથી સર્વ કાંઈ નીપજે છે. પછી જાણે સાક્ષાત ઈન્દ્ર જ હોય નહીં એવો શ્રેણિકનરપતિ સેચનક હાથી ઉપર બેસીને અભયકુમાર આદિ પુત્રોના પરિવાર સહિત બહાર નીકળ્યો. અપ્સરા સમાન રૂપસૌંદર્યયુક્ત નારીઓ તેના પર છત્ર ધારણ કરી રહી હતી તથા ચામર વીંજ્યા કરતી હતી. આગળ શુદ્ધપાઠ બોલવામાં ચતુર એવા બક્તિજનો ટોળાબંધ ચાલતા હતા; તથા હાવભાવથી મન હરણ કરતી વારાંગનાઓ નૃત્ય કરી રહી હતી. વળી ભેરી ભાકાર આદિ વાજિંત્રોના સ્વરથી આકાશ બહેરું થઈ ગયું હતું. સાથે ઉત્તમ અશ્વો પર તથા રથોને વિષે મહાસામંતો શોભી રહ્યા હતા; અને ઈન્દ્રાણીની સાથે સ્પર્ધા કરનારી પવિત્ર અંતઃપુરની સ્ત્રીઓ પણ આવા શ્રેષ્ઠ પ્રસંગનો લાભ લેવામાં પાછળ પડી નહોતી.
પછી ક્ષણમાં તે નરપતિ, સર્વાર્થસિદ્ધિએ જનારો જંતુ સિદ્ધશિલાની નજદીક પહોંચે તેમ, સમવસરણની નજીક આવી પહોંચ્યો. ત્યાં પ્રભુના ત્રણ છત્ર દષ્ટિએ પડ્યા કે તુરત જ જ્ઞાનાદિકવયી પ્રાપ્ત કરીને ભવિકજન અહંકારથી ઉતરે તેમ, રાજા ગજવર પરથી ઉતર્યો. ઉતરીને તે નરપતિ પગે ચાલી મુક્તિના સાક્ષાત દ્વારા જેવા સમવસરણના દ્વાર પાસે આવ્યો.
ત્યાં તેણે છત્ર-મુકુટ-ચામરો-ખગ-પુષ્પ અને તાંબૂલનો ત્યાગ કર્યો; તથા મુખશુદ્ધિ કરી. પછી તેણે એકસાટી ઉત્તરાસંગ નાખીને આદરસહિત સમવસરણને વિષે પ્રવેશ કર્યો. ત્યાં જિનપતિના દર્શન થયાં કે તરત જ રાજા અંજલિ જોડીને એકાગ્ર ધ્યાને રહો; કારણ કે તે વિના સિદ્ધિની પ્રાપ્તિ નથી. પછી પરિવાર સહિત તેણે પ્રથમ પ્રાકારને વિષે પ્રવેશ કરી, ત્રણ પ્રકારના દુઃખનો ક્ષય કરવાને અર્થે જ હોય નહીં એમ, અહંભગવાનની ત્રણ વખત પ્રદક્ષિણા કરી. ત્યારપછી ભાલપ્રદેશથી ત્રણવાર પૃથ્વીનો સ્પર્શ કરીને (ત્રણવાર ખમાસમણ દઈને) તેણે પ્રભુને વંદન કર્યું તથા હર્ષયુક્ત ચિત્તે તેમની આ પ્રમાણે સ્તવના કરી :૧. જ્ઞાન-દર્શન–ચારિત્ર.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૨૦
Page #136
--------------------------------------------------------------------------
________________
હે પ્રભુ ! મારા જેવો વૃદ્ધપુરુષની જેવી સ્થૂળદષ્ટિવાળો પ્રાણી આપના કેટલા ગુણને જોઈ શકે ? તો પણ હું આપના બે ત્રણ ગુણની તો સ્તુતિ કરીશ. જન્મોત્સવ સમયનું તમારું પરાક્રમ તે મને ચિરકાળ પર્યન્ત વિસ્મય પમાડે છે, કે જે વખતે તમે મેરૂપર્વતને ચલિતા કરીને સુરપતિને નિશ્ચળ કરી દીધો હતો. વળી હે સ્વામિ ! તમારા માતપિતાએ મુગ્ધભાવ થકી તમને લેખશાળાને વિષે અભ્યાસાર્થે મોકલ્યા તે ઈન્દ્રનું મહભાગ્યજ; કારણ કે અન્યથા એ (ઈન્દ્ર)ના નામ પરથી ઇન્દ્ર વ્યારા કેવી રીતે નીકળત, અને ભુવનને વિષે કેવી રીતે પસાર પામત ? હે દેવાધિદેવ ! તમે કૌમારાવસ્થાને વિષે તમારા બળની પરીક્ષા કરવા આવેલા દેવતાને એક મુષ્ટિના પ્રહારથી નીચો કરી નાંખ્યો હતો તે જાણે તેના ગર્વને હેઠો બેસાડવાને તમે પૂર્વે પુનઃ પુનઃ અભ્યાસ કર્યો હોય નહીં ! વળી હે દીનનાથ ! આપના પ્રાણ લેવાને તત્પર થયેલા સંગમક દેવતા પર કોપ કરવો તો દૂર રહ્યો, પણ આપને તો ઉલટી, ગ્રીષ્મ ઋતુને વિષે સમુદ્રના જળની જેમ, દયા વૃદ્ધિ પામી. | હે મોક્ષદાયી ભગવાન ! સમકિત પ્રાપ્ત કરવાને અર્થે નિત્ય જતા આવતા દેવતાઓથી આપના ચરણકમળ, જનવર્ગથી જનક્ષેત્રની જેમ, નિરંતર સેવાયા કરે છે. હે જિનેશ્વર ! વળી જઘન્ય પદને વિષે પણ આપ કોટિબદ્ધ દેવતાઓથી પરિવરેલા રહો છો; અથવા તો આપના સૌભાગ્યની કંઈ ઉપમા જ નથી. હે જિનેન્દ્ર ! બીજા તો દૂર રહ્યાં, પણ આ ચૈત્યવૃક્ષ સુદ્ધાં ગુંજારવ કરતા ભ્રમરોએ કરીને સહિત એવાં પોતાનાં પુષ્પરૂપી નેત્રોવડે, ભુવનને વિષે આપની આવી અદભુત લક્ષ્મીને જોઈને હર્ષ પામી, મંદ મંદ વાયુને લીધે હાલતી શાખારૂપી હસ્તોથી જાણે નૃત્ય કરી રહ્યું હોય નહીં એમ જણાય છે !
મગધેશ્વર શ્રેણિકમહારાજે આ પ્રમાણે સકળભુવનને પૂજ્ય એવા જિનભગવાનની સ્તવના કરી. પછી તેણે સર્વ મુનિઓને પણ હર્ષ સહિત વંદન કર્યું; કારણ કે મુમુક્ષજનને સર્વ સંયમી પૂજ્ય હોય છે. ત્યારપછી એ, વૈમાનિક દેવતાઓ બેઠા હતા તેમની પાછળ, પોતાના સમગ્ર પરિવાર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૨૧
Page #137
--------------------------------------------------------------------------
________________
સહિત બેઠો; કારણ કે અધિકથી પણ અધિક હોય છે. વળી અભયકુમાર આદિ કુમારો પણ જિનેશ્વરભગવાનને વંદન કરીને ભૂપતિની પાછળ બેઠા; કારણ કે સુપુત્રો હંમેશાં પિતાને અનુસરનારા હોય છે. સામંતો, સચિવવર્ગ, શ્રેષ્ઠિજન અને સાર્થવાહ પ્રમુખ લોકો પણ યથાસ્થાને બેઠા; કારણ કે નીતિ બલવત્તર છે. હવે ત્રણ જગત્ના ગુરુ એવા શ્રી મહાવીરભગવાને સર્વ કોઈની ભાષાને અનુસરતી અને યોજન પર્યન્ત પ્રસરતી વાણી વડે ધર્મદેશના આપવા માંડી :
આ ચાર ગતિવાળો સંસાર દુ:ખથી જ પૂર્ણ છે. અમાવાસ્યાની રાત્રિના ચંદ્રમામાં જેમ લેશ પણ પ્રભા હોતી નથી તેમ એ સંસારમાં પણ સુખ લેશમાત્ર નથી. જુઓ કે, ઔદારિક શરીરને વિષે વાતપિત્ત-કફ હોય છે તેવી રીતે નરકને વિષે પ્રથમ તો ત્રણ પ્રકારની વેદના છે. સાતે નરકને વિષે સહજ એટલે ક્ષેત્રવેદના છે. અન્યોઅન્ય કૃત વેદના છઠ્ઠી નરક સુધી છે; અને પરમાધાર્મિકકૃત વેદના ત્રીજી નરક સુધી છે. પહેલી ત્રણ નરક પૃથ્વીને વિષે ઉષ્ણ નરકવાસ છે; ચોથીમાં કેટલાએક ઉષ્ણ અને કેટલાએક શીત છે; અને છેલ્લી ત્રણમાં અતિશીતળ નરકાવાસ છે. જો કોઈ મેરૂપર્વતપ્રમાણ હિમનો પિંડ ઉષ્ણ નરકની પૃથ્વીને વિષે ફેંકે તો તે પિંડ ત્યાં પડતાંની સાથે જ અતિ શીતળ થઈ જાય છે, એટલું જ નહીં પણ, એ નારકીના જીવને જો કોઈ ઉષ્ણ નરકવાસથી કોઈ પ્રકારે ઉદ્ધાર કરીને ખદિરવૃક્ષના અંગારાથી પૂર્ણ એવા કુંડને વિષે મૂકે તો તે જીવ નિ:સંશય, જળના કણથી મિશ્ર એવા વાયુને વિષે મનુષ્ય સુખ પામે છે તેમ, પરમ સુખને પામે છે. વળી પણ જો કોઈ, વરસાદ જોસબંધ વરસતો હોય અને વાયુ શીતળ વાતો હોય એવા પણ શીતળ નરકવાસથકી કોઈ (નારકીના) જીવને કાઢીને નિરાવરણ પ્રદેશને વિષે લાવીને મૂકે તો તેથી એ જીવને બિલકુલ પવન વગરના પ્રદેશમાં આવવાથી અત્યંત સુખ પ્રાપ્ત થાય છે.
આ નારકીના જીવો ઋણને વશ થઈને જ હોય નહીં એમ પૂર્વ જન્મના વૈરભાવથી પરસ્પર અરણ્યના પાડાની પેઠે યુદ્ધ કર્યા કરે છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૨૨
Page #138
--------------------------------------------------------------------------
________________
વળી લોકપાળ યમના અપત્યસ્થાનીય ભવનપતિનિકાયના ક્રૂર મનવાળા પરમાધાર્મિક દેવતાઓ ત્યાં આવી આવીને તેમને, બંદિગૃહના રક્ષકો બંદિખાને નાંખેલા પુરુષોને જ દુ:ખ દે છે તેમ, સેંકડો પ્રકારે કદર્થના કરે છે. તેઓ ઉત્પન્ન થાય છે કે તુરત જ તેમને, સોની લોકો ધાતુની સળીઓને ખેંચે છે તેમ સાંકડા મુખવાળા ઘટીયંત્રોમાં ખેંચી કાઢે છે; વળી કંસે સુલતાના પુત્રોને પછાડ્યા હતા તેમ એમને પગ વચ્ચે લાવીને નિર્દયપણે કઠિન શિલા ઉપર પછાડે છે; સુથાર લોકો લાકડાં ચીરે તેમ તેઓનાં અંગોપાંગ ચીરે છે, અને તેમને ભૂમિ પર લોટાવી લોટાવીને વસ્ત્રોની પેઠે મૃગરના પ્રહારથી કુટે છે; પત્થરની જેમ તેમના ટુકડા કરે છે અને કરવતથી છેદી નાંખે છે; કણિકની પેઠે પીસે છે અને અડદના દાણાની જેમ દળી નાંખે છે; કુંભનું મુખ બંધ કરીને ધાન્યને રાંધે છે તેમ તેમને રાંધી નાંખે છે અને ચણાની પેઠે તળે છે તથા રાજા પોતાના સેવકોથી ગાયોના ટોળાંને રૂંધે છે તેમ તેમને રૂંધે છે.
ઉષ્ણતાપમાંથી જો તેઓ છાયામાં આવે છે તો શાભલિ વૃક્ષની શાળની પેઠે, તેમના ખગ જેવી ધારવાળા પત્રોથી તલતલ જેવા ટૂકડા કરવામાં આવે છે. અને તો પણ તેમનાં તેવાં કર્મનિયોગને લીધે તેમનાં શરીર પારાની કણીઓની પેઠે તત્ક્ષણ મળી જાય છે (અક્ષત થઈ જાય છે). તૃષાતુર હોઈને જો તેઓ શીતળ, સ્વાદિષ્ટ જળ શોધે છે તો તેમને વૈતરણી નદીના પૂજ્ય પ્રમુખ પદાર્થો પાવામાં આવે છે. વળી પૂર્વનાં પરસ્ત્રીગમનાદિ પાપોનું સ્મરણ કરાવી કરાવીને તેમને, તેમના અતિ રૂદન છતાં પણ, અગ્નિથી તપાવેલી લોહની પુતળીઓનું આલિંગન કરાવે છે.
આ જીભથી તમે અસત્ય વાણી બોલતા હતા' એમ કહી કહીને તેમને તેમના બરાડા છતાં અતિ પ્રયાસે, પીગળાવેલું સીસું સુદ્ધાં પાવામાં આવે છે. એનાથી પણ તેમનાં દુઃખની સીમા આવતી નથી; “તમને પારકું માંસ બહુ પ્રિય હતું” એમ કહી કહીને તેમને તેમનું જ માંસ કોતરી
૧. સોમ, યમ, વરૂણ અને કુબેર એ ચાર દિશાના ચાર લોકપાળ કહેવાય છે. ૨. પુત્રો જેવા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૨૩
Page #139
--------------------------------------------------------------------------
________________
કોતરીને પરાણે ખવરાવવામાં આવે છે. આમ થવાથી જ્યારે તેઓ, નાથ ! નાથ ! રક્ષણ કરો' એમ કરૂણસ્વરે રૂદન કરે છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે-હે પાપી જીવો ! તમે પણ તમારાથી ભય પામતા એવા નિર્દોષ પ્રાણીઓનો ઘાત કરીને તેમનું માંસ ખાતા હતા એ તમે ભૂલી ગયા કે ? અથવા તો આ લોકમાં આપણે જેવું પારકાનું ચિંતવીએ છીએ તેવું જ આપણને થાય છે.
સ્વયમેવ દુઃખી એવા નારકીના જીવોને આ કદર્થના, અન્ય પામર જીવોને જ્વરને વિષે હેડકી થાય છે તેવી થાય છે. આવા અસાધારણ દુ:ખોમાંથી છૂટીને તેઓ બીજા-એકેન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય પર્યન્ત ભવ પામે છે, અને અતિ અજ્ઞાનદશાને લીધે, વાદને વિષે કુવાદી જ જેમ, તેમ, સામર્થ્ય રહિત હોઈને અત્યંત શિક્ષા પ્રાપ્તિરૂપ ગૃહ(ધર) પ્રત્યે પામે છે. ત્યાં પણ તેમને કાયસ્થિતિનો અન્ન લાવવાની ઈચ્છાને લીધે જ જાણે ભેદન–છેદ-ઘાત આદિ અનંત દુઃખ-પરંપરા ભોગવવી પડે છે. પછી જાણે સ્થાન-અજીર્ણતાને લીધે જ હોય નહીં તેમ તેઓ અનન્ત કાળે એ એકેન્દ્રિયાદિ ભવનો ત્યાગ કરીને પંચેન્દ્રિય પશુ યોનિને વિષે આપે છે. ત્યાં પણ તેમને, શેત્રુંજની બાજીને વિષે સોગઠીઓને જ જેમ, તેમ, બહુધા પાશતંત્ર-રજુ-જાળ આદિ બંધનોથી બાંધે છે; અને સર્ષવથી શાકિનીને જ જેમ, તેમ, તેમને આર-અંકુશ-ચાબુક-લાકડી પ્રમુખથી નિર્દયપણે માર મારે છે.
વળી દરજી જેમ કાતર વતી વસ્ત્રો કાતરે છે તેમ તેમનાં ગળાં, કંબળ-પૃષ્ટાગ્ર-વૃષણ-શ્રવણ આદિ અંગોને વિષે તેઓ કાપ મૂકે છે. એટલું જ નહિ, પણ તેમને જિનેશ્વર આદિની આશાતના કરનારા જીવો પર જેમ કર્મનો ભાર, તેમ ભૂખ્યા અને તરસ્યા કંઠ અને પીઠ પર મોટા ભાર ભરવામાં આવે છે. વળી જ્યારે તેઓ નવું એવું યૌવના પામે છે ત્યારે નિર્દય લોકો તેમને દમન કરવાની ઈચ્છાથી, ઋણી જનની પાસે જ જેમ, તેમ, તેમની પાસે લાંઘણો કરાવે છે. અને એમના જેવા નિરાશ્રિતોને પ્રલયકાળના અગ્નિની સમાન જ્વાળાવાળા વનિવડે, શબ્દ કરતા વેણુની પેઠે, ભસ્મ કરી નાખે છે. પોતે સુધા અને તૃષાથી પીડાતા
૧૨૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #140
--------------------------------------------------------------------------
________________
તિર્યંચ તો છે જ એવાને વળી લોકો પણ દુઃખ દે છે; કારણ કે દેવ. દુર્બળનો જ ઘાતક છે.
પછી અત્યંત વેદના સહન કરી કર્મ ખપાવીને ત્યાંથી ચ્યવી તેઓ ઋદ્ધિવાન્ પુરુષ ગ્રામથકી નગરને વિષે આવે છે તેમ, નરયોનિને વિષે આવે છે. ત્યાં પણ ગર્ભવાસને વિષે તેમજ યોનિથકી બહાર નીકળતી વખતે (જન્મ સમયે) તેમને જે દુઃખ થાય છે તે મનુષ્યનાં અન્ય સર્વ દુઃખથી પણ અધિક છે. વહિનથી તપાવેલી સોયોને શરીરના રોમને વિષે સંભિન્ન કરાવવાથી જે દુઃખ થાય છે તે કરતાં આઠગણું દુઃખ તેમને ગર્ભવાસને વિષે થાય છે; અને યોનિથકી પ્રસવતી વખતે તેમને જે દુઃખ થાય છે તે તો ગર્ભવાસના દુઃખ કરતાં અનન્તગણું થાય છે.
હવે મનુષ્યભવને વિષે પણ, બાલ્યાવસ્થાને વિષે દાંત ફુટે છે ત્યારે અત્યંત દુઃખ વેઠવું પડે છે; અને કૌમારાવસ્થાને વિષે ક્રીડા પ્રમુખથી દેહકલેશ અનુભવવા પડે છે. વળી તરૂણાવસ્થાને વિષે તેઓ અમદાઓના સુંદર લોચનરૂપી લક્ષ્મીને વિલોકવાને, ભ્રમરનાં ટોળાં કુસુમોને વિષે ભમે છે તેમ, સ્થાને સ્થાને ભમ્યા કરે છે. તેમની અયોગ્ય વિષયની ઈચ્છા અફળ થાય છે એટલે તો તેઓ, લાક્ષારસ ઝરનારા વૃક્ષોની જેમ દિવસે દિવસે શરીરે ક્ષીણ થતા જાય છે; વળી કેટલાક યોગ્ય સ્થાનને પામેલા છતાં અવિચારી હોઈને ફળ પ્રાપ્ત કર્યા વિના જ પતંગીઆની પેઠે વિનાશ પામે છે. કહ્યું છે કે, વાણિજ્ય, નૃપતિની સેવા, કૃષિ, અશ્વાદિનું પોષણ, સમુદ્ર પર્યટણ, રોહણાચળની ભૂમિનું ખોદવું, નિરંતર ધાતુઓને ફંકવી, રસકૂપિકાનો પ્રયોગ, મંત્ર તંત્ર, નિમિત્તાદેશ, સમૃદ્ધિવાન્ જનોનો સહવાસ, શસ્ત્રશાસ્ત્રને વિષે કુશળતા-વિચિત્ર એવું ચિત્રજ્ઞાન તથા વ્યાધિની ચિકિત્સા પ્રમુખ વ્યાપારો પુણ્યહીન વ્યાપારીને ફળદાયી થતાં નથી. કારણ કે કંકેલિ વૃક્ષને કદાપિ પણ પુષ્પ આવે નહીં. વળી કેટલાક અત્યંત સુંધાના દુઃખથી પીડાતા ઘરના ચારે ખુણામાં ક્રોધી સ્ત્રીના ક્રોધથી નિર્વેદ પામતા છતાં મુખ લઈને દૂર દેશાન્તરે જતા રહે છે અને ત્યાં મૃત્યુ પામે છે; અથવા તો દુઃખી જનને કંઈ દુષ્કર નથી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૫
Page #141
--------------------------------------------------------------------------
________________
હવે વૃદ્ધાવસ્થાને વિષે તો પ્રાણીને પ્રાયઃ અત્યંત દુઃખ હોય છે; કારણ કે કુષ્ટિના શરીરને વિષે તો મક્ષિકા વિશેષે કરીને જાળ બાંધે છે. બુદ્ધિની સાથે શરીર પણ સંકોચ પામે છે, અને ગતિની સંગાથે ચક્ષુઓ પણ નિરંતર ગળી જાય છે. દાંત પણ “આ કેશોએ આપણો શ્વેતગુણ લઈ લીધો” એમ કહીને જાણે રીસાઈ જતા હોય નહીં એમ લજ્જાને આગળ કરીને જતા રહે છે. વૃદ્ધ માણસ “યૌવનને વિષે લેશમાત્ર મદ કરવો નહીં” એમ જાણે બોધ આપતો હોય નહીં એમ જાણે મંચ ઉપર પડ્યો પડ્યો ખોં ખોં કર્યા કરે છે. વળી જો એ હિતબુદ્ધિથી પુત્રોને શિખામણ આપવા જાય છે તો એઓ કહે છે કે વૃદ્ધ થયા પણ હજુ મૌન ધારણ કરતા નથી; તમે શ્વાનની પેઠે ભસી ભસીને નિત્ય અમારા કાન કરડી ખાધા; હવે તો અમે તમારા જેવા. પિતાથી લોકોને વિષે લાજી મરીએ છીએ. પુત્રવધુઓ પણ સર્વે, જે શ્વસૂરની કૃપાથી ઉત્તમ સુવર્ણના આભૂષણો પામી હોય છે એ શ્વસુરની એવી અવસ્થા જોઈ જોઈને, લાજ કાઢવી તે કોરે મૂકીને, ઉલટી તિરસ્કાર સહિત નાક મરડીને મુખ થકી થુંકે છે. સ્ત્રી પણ એને વાસ્તે તુચ્છ જેવું ભોજન બનાવીને એકેકવાર કાષ્ટપાત્રને વિષે લાવીને એને રંકની. પેઠે આપે છે. ભૂતા-અતિસાર-કંડ-ક્ષય-કુષ્ટ-જ્વર આદિ વ્યાધિઓ, જીવડાંઓ કાષ્ટને કરે છે તેમ, તેનાં શરીરને નિઃસાર કરી નાંખે છે. | (શ્રી વીરસ્વામી શ્રેણિકરાજા પ્રમુખ સમક્ષ દેશના આપે છે તેમાં ઉપર પ્રમાણે કહીને હવે કહે છે કે, એ પ્રમાણે અમે મનુષ્યભવનાં દુઃખો લેશમાત્ર બતાવ્યાં છે; અથવા તો તલ થકી શ્યામ મરી કેટલાં ભિન્ન કરી શકાય ? વળી કાચને વિષે જેમ લેશમાત્ર મણિનો ગુણ નથી તેમ અહીં આપણે ધારીએ છીએ તેવું, સ્વર્ગને વિષે પણ ખરેખરું સુખ નથી. કારણ કે ત્યાં એ અય વિભૂતિવાળા દેવો અન્ય દેવોની સમૃદ્ધિ જોઈને શોચ કરે છે અને એમની લક્ષ્મીનો નાશ કરવાને માટે દુર્જનની પેઠે યત્ન કરે છે.
વળી વૈદેહી સીતાને રાવણ હરી ગયો હતો તેમ એઓ પણ પારકાની સ્ત્રીને વિષે મોહબ્ધ બનીને તેનું હરણ કરી જાય છે. વળી
૧૨૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #142
--------------------------------------------------------------------------
________________
શકિતવાળા હોય છે એઓ એવા હરણ કરનારા દેવોને પ્રહારથી જર્જરિત કરે છે અને એમ એમનું સુરપણું જાણે છોડાવીને એમને અંત્ય દશા પ્રતિ પહોંચાડે છે. અહીં જેમ એક રાજા એક કુટુંબીને તેનું કંઈક દૂષણ કાઢીને તેનું સર્વસ્વ લઈ લે છે તેમ ત્યાં પણ બળવાન દેવતાઓ કરે છે. તે વખતે ત્યાં પણ એ હરણ કરનારા શક્તિવાળાની પાસે કનિષ્ટ પદવીના દેવોને તેના ચરણમાં પડી દીનમુખ કરી કરૂણ સ્વરે કહેવું પડે છે કે-હે સ્વામિન્ ! આ દાસ પર કૃપા કરો; અમે આવો અપરાધ પુનઃ નહીં કરીએ; માટે ક્ષમા કરો; કારણ કે મહંત પુરુષોનો કોપ સામાવાળાના નમન (નમી જવા) સુધી જ હોય છે.
વળી એઓ પણ માળાની પ્લાનિ-નિદ્રા-અંગભંગ-ઉદાસીનતાકલ્પવૃક્ષનો કંપ-કોપ અને કામની અધિકતા-અને-લજ્જા તથા લક્ષ્મીનો નાશ આદિ ચ્યવનના ચિન્હો જુએ છે ત્યારે ક્ષેત્રને વિષે કાયર પુરુષોનાં હૃદયની જેમ એમનાં હૃદય પણ એકદમ ભિન્ન થઈ જાય છે. તેઓ પૃથ્વી-જળ કે વૃક્ષ-એમાંની કોઈ યોનિને વિષે પોતાની ઉત્પત્તિ થશે એમ જાણીને પોકાર કરી મૂકે છે. “હા ! આવાં સ્વર્ગનાં સુખ ત્યજી દઈને હવે તપાવેલી કુંભીને વિષે નારકીના જીવોની પેઠે અશુચિની ખાણ એવી માનવીની કુક્ષિને વિષે વાસ કરવો પડશે. આજ પર્યન્ત રત્નના સ્તંભો અને મણિની ભૂમિવાળા વિમાનને વિષે રહીને હવે સર્પના બિલથી પૂર્ણ એવી તૃણની કુટીરને વિષે કેવી રીતે રહેવાશે ? દેવાંગનાઓનાં હાહાહૂહૂ એવા આલાપ યુક્ત ઉત્તમ ગીતોનું શ્રવણ કરીને હવે રાસભોનો આરવ કેમ સાંભળી શકાશે ? હા ! આજ પર્યન્ત મુનિનાં પણ મનને હરણ. કરનારી એવી રૂપવતી સુર-સુંદરીઓને જોયા પછી હવે કોકિલના સમાના શ્યામવર્ણી માતંગી જેવી નીચ વર્ણની સ્ત્રીઓને કેમ કરીને જોવાશે ? આજ સુધી મંદારવૃક્ષના પુષ્પના જેવાં દિવ્ય સુગંધી પદાર્થો વડે ધ્રાણેન્દ્રિયને તૃપ્ત કર્યા પછી, હવે, મધવાળો મધની જ જેમ તેમ અશુચિની ગંધ કેમ કરીને લેવાશે ? ચિંતવ્યા માત્રથી જ આવીને ઊભા રહેતા એવા દિવ્ય રસયુક્ત ભોજન ગ્રહણ કર્યા પછી હવે શકરોની પેઠે દુર્ગધવાળા આહારની સામું જ કેમ જોવાશે ? હા ! આજ લગી કામદેવના મંદિરરૂપી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૨૭
Page #143
--------------------------------------------------------------------------
________________
કોમળાંગી સુરાંગનાઓને જ આલિંગન દીધું છે, તો હવે કઠોર શરીરવાળી સ્ત્રીઓનાં અંગોનો સ્પર્શ પણ કેવી રીતે થઈ શકશે ?
આ પ્રમાણે હાહાકાર કરતા એ દેવતાઓના હૃદય શતધા (સો કટકામાં) ભેદાઈ જતાં નથી એજ વિચિત્ર છે. (તેમનાં એવાં કરૂણ રૂદન પ્રમાણે તો એમ થવું જ જોઈએ.) આ પ્રમાણે દેવગતિને વિષે પણ સુખ નથી જ. કારણ કે ચૂલા સર્વત્ર માટીના જ હોય છે. માટે એ દુઃખનો ક્ષય કરવાને, સંસારરૂપી સમુદ્રનો પાર પમાડવાને સમર્થ એવો નૌકા સમાન ધર્મ આશ્રય કરવા યોગ્ય છે. એ ધર્મ, લોક અને અલોક એવા બે ભેદથી જેમ આકાશ, તેમ મુનિધર્મ અને શ્રાદ્ધધર્મ એવા ભેદે બે પ્રકારનો છે. એમાં મુનિધર્મ ક્ષમા-માનત્યાગ-આર્જવ-લોભનો નિગ્રહતપ-સંયમ-સત્યતા-શૌચ-દ્રવ્યવિર્વજન-અને અબ્રહ્મનો ત્યાગ (બ્રહ્મચર્યનું પાલન) એમ દશ પ્રકારે છે; અને બીજો જે શ્રાદ્ધધર્મ તે, પાંચ અણુવ્રતે કરીને, ત્રણ ગુણવ્રત કરીને અને ચાર શિક્ષાવ્રત કરીને, બાર પ્રકારે છે. એમાં પ્રણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચેનો દેશથી ત્યાગ કરવો એ પાંચ અણુવ્રત.
આ પાંચ અણુવ્રતમાંના પહેલા અણુવ્રતમાં, વધ-બંધન-છવિ છેદઅતિભારારોપણ-તથા ભાપાનનો વ્યવચ્છેદ એ અતિચારો છે. વળી કન્યા-ગાય-ભૂમિ સંબંધી અસત્ય બોલવું, પારકી થાપણ ઓળવવી અને કુટસાક્ષી પૂરવી એ પાંચ વિશેષતઃ અસત્ય છે અને કોઈની ગુપ્ત વાત સહસા ઉઘાડી પાડવી, મૃષા ઉપદેશ દેવો અને કુટલેખ ઉત્પન્ન કરવો એ સર્વ બીજા અણુવ્રતના અતિચારો છે. વળી ખરી વસ્તુને બદલે બીજી એના જેવી બનાવટી વસ્તુ આપવી, ચોરીનો માલ લેવો, ચોરી કરાવવી, વૈરિના રાજ્યમાં જવું અને અસત્ય માન કે તુલા રાખવાં એ સર્વ ત્રીજા અણુવ્રતના અતિચારો છે. હવે ચોથું અણુવ્રત જે અબ્રહ્મવિરતિપણું તેને વિષે શ્રાવક બે પ્રકારનો હોય (૧) પોતાની જ સ્ત્રીને વિષે સંતોષ માનનારો અથવા (૨) બીજાની સ્ત્રીના ત્યાગવાળો; એણે વિધવા-વેશ્યાઅનંગક્રીડા-કામનો તીવ્રરાગ તથા પરવિવાહ એ સર્વનો ત્યાગ કરવો. (એ ચાર અણુવ્રત સમજાવ્યા પછી હવે પાંચમું કહેવાને માટે પરિગ્રહનો
૧૨૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #144
--------------------------------------------------------------------------
________________
અર્થ કહે છે) ધન-ધાન્ય-ક્ષેત્ર-વસ્તુ-રૂપું-કાંચન-દ્ધિઃપાદ-ચતુષ્પાદ અને કુષ્ય (સોના રૂપા સિવાયની બીજી તમામ હલકી ધાતુઓ) એ નવા પ્રકારનો પરિગ્રહ છે. એમાં અનુક્રમે બલ્બનું બંધન-યોજન-દાન અને ગર્ભાધાન તથા કુણની ભાવથકી વૃદ્ધિ એ પાંચમા અણુવ્રતને વિષે અતિચારો છે.
ચતુર્માસ આદિ પર્યન્ત ઉર્ધ્વ-અધો અને તિર્યમ્ દિગ્માન કરવું એ આદ્ય ગુણવત; એ, તપાવેલા લોહના ગોળા સમાન જે ગૃહસ્થએને બહુ ઉત્તમ છે. ઉર્ધ્વ-અધો અને તિર્યક્ માનનું અતિક્રમણ કરવું, વિસ્મૃતિ અને ક્ષેત્રની વૃદ્ધિ કરવી એ પાંચ દિગવતના અતિચાર છે. હવે અન્ન-કુસુમાદિની પેઠે જે એકજ વાર ભોગવાય તે ભોગ; અને ગૃહાદિકની પેઠે જેનો અનેકવાર ઉપભોગ લેવાય તે ઉપભોગ. એ ભોગની અને ઉપભોગની, ભક્તિથી કે કર્મથી પરિમિતિ (પરિમાણ) કરવી એ “ભોગોપભોગ પરિમાણકૃતિ' નામનું ગુણવ્રત છે. અજાણ્યા ફળ ફુલઅનંતકાય-માંસ-મધ-માખણ-અને રાત્રિભોજનએ સર્વ વર્જવાં. ઉબરવડ–અશ્વત્ય તથા પ્લેક્ષ એ વૃક્ષોનાં ફળ તથા કૃમિ વ્યાપ્ત ફળ પણ સર્વથા વર્જવાં. સચિત્તનો, સચિત્તથી સંયુક્ત હોય એનો, તથા તુચ્છ ઔષધિઓનો પણ ત્યાગ કરવો અને અપક્વ અથવા દુ:પકવ એવાં ભોજ્ય પદાર્થોનો પણ ત્યાગ કરવો. (એ સર્વ ભોગ આશ્રયી અતિચાર જાણવા. હવે “કર્મથી કયા તે કહે છે).
ભોગોપભોગ પરિમાણના “કર્મથી' પંદર અતિચાર છે તે અંગારકર્મ વગેરે છે. ઈંટ પકાવવી તથા કુંભાર-કાંસાકાર-લુહાર-સોની એ સર્વનો વ્યાપાર, ભુજનારાનો ધંધો, કપુકાર અનો તામ્રકારનો વ્યાપાર તથાએ સર્વેને અર્થે અંગારા બનાવવાનો વ્યાપાર એ સર્વ કર્મ “અંગારકર્મ જાણવાં. પુષ્પપત્ર-કૃતાકૃત્ત વન તથા ફળ વેચીને અને કણ પીસીને “વના રોપીને આજીવન ચલાવવું એ “વનકર્મ'. શકટ (ગાડાં) તથા એનાં નાભિ-ચક્ર આદિ અંગો બનાવી તે વેચી અને હાંકીને વૃત્તિ ચલાવવી એ “શકટકર્મ'. ભેંસ–ગાડું-ઊંટ-બળદ-ખચ્ચર આદિ વડે પારકા માલને અન્યત્ર લઈ જવો એ “ભાટકક્રિયા'. હળ-કોદાળી પ્રમુખ હથીઆરોથી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૨૯
Page #145
--------------------------------------------------------------------------
________________
પૃથિવી ખોદવી, અને કઠિન લોહના ટાંકણા વડે પાષાણ ઘડવા એ. સર્વ “સ્ફોટન કર્મ.”
ખાણને વિષે જઈ ત્રસ પ્રાણીઓના દંત-કેશ-નખ આદિ લાવવાં અને મોતી-પારા-શંખ-છીપ આદિ ગ્રહણ કરવાં એ “દંતવિક્રય.” કસુંભ (કસુંબો) ધાતકી-લાક્ષા-ગળી અને મણ શિલ વગેરે સંસક્ત (ચીકાશવાળા) પદાર્થોનો વ્યાપાર એ “લાક્ષાવાણિજ્ય.” વળી મધુ-મધ-વસા-માંસ-અને નવનીત એ સર્વનો વ્યાપાર “રસવાણિજ્ય' કહેવાય છે; ધૃત અને તેલ આદિ દોષયુક્ત નથી. નર-વૃષભ-હસ્તિ-અશ્વ-ઊંટ પ્રમુખનો તથા પક્ષી અને જંતુઓનો વિક્રય તે “કેશવાણિજ્ય' કહેવાય છે. વળી જંગમ અને સ્થાવર વિષનો વિક્રય, અને મનઃશિલ-અસ્ત્ર-હરિતાળ આદિનો વિક્રયા એ સર્વનો ‘વિષવાણિજ્ય'માં સમાવેશ થાય છે. યવ-ઈશુગોધૂમ-તલા પ્રમુખને યંત્રને વિષે પીલવા-પીલાવવાં એ “યંત્ર પીડન” કહેવાય છે. તથા શોભાને અર્થે નાસિકા વિંધવી મુશ્કને કાપવું-ગલકંબલ તથા કર્ણને વિષે છેદ પાડવા એ સર્વ “નિર્વાઇન ક્રિયા' કહેવાય છે.
નવા તૃણની વૃદ્ધિને અર્થે, ધર્મબુદ્ધિએ અથવા વ્યસનથી તૃણને અનિદાન દેવું (સળગાવી મુકવું) એ “દાવાગ્નિ દાન” કહેવાય છે. અરઘટ્ટ (રેંટ) આદિ યંત્રોથી સરોવર નદી આદિનું જળ કાઢીને યવશાળ આદિને સિંચવા એ “સરશોષ' (સરોવરનું શોષણ કરવું) કહેવાય છે. ક્રીડાર્થે શ્વાન આદિ પાળવાં તથા દ્રવ્યાર્થે અશ્વ-સાંઢણી-દાસિકા પ્રમુખનું પોષણ કરવું એ સર્વનો “અસતીપોષણકર્મ'ને વિષે સમાવેશ થાય છે. આ સર્વ કાર્યોથી, વિવેકહીન નર કમ એકઠાં કરે છે તેથી એ કર્માદાન'ને નામે ઓળખાય છે. વળી ચાર પ્રકારનો “અનર્થદંડ' કહેવાય છે કે એ ચાર પ્રકાર અપધ્યાન, કૃપાસાદિનું દાન, પાપનો ઉપદેશ અને પ્રમાદાચરણ-એ પ્રમાણે છે. એ અનર્થ દંડની વિરતિને વિષે (ના વિરમણને વિષે) કંદર્પ, સંયુક્તાધિકરણતા, મુખરતા, કુંચિતપણું તથા ભોગનું અતિરિક્તપણું એ અતિચાર છે.
વળી સર્વ સાવધ યોગ ત્યજીને તથા રૌદ્ર અને આર્તધ્યાન દૂર કરીને અંતર્મુહૂર્તાદિ કાળ પર્યન્ત સામ્ય ભાવ રાખવો. “એ સામાયિક
૧૩૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #146
--------------------------------------------------------------------------
________________
વ્રત કહેવાય છે. મન વચન અથવા કાયાનો સાવધ વ્યાપાર ઉપયોગ રહિતપણું અને છેલ્લો અનવસ્થાન એ એના “અતિચાર' છે. દિગ્વિરતિ, વ્રતનો જ દિવસે દિવસે સંક્ષેપ કરતા જવો એને “દેશાવકાશિક' કહે છે. પ્રેષણ, આનયન, શબ્દાનુપાત, રૂપાનુપાત, અને પુદગળક્ષેપ-એ એ વ્રતના પાંચ જાતિના અતિચાર છે. અષ્ટમી આદિ તિથિને વિષે અબ્રહ્મનો ત્યાગ. ભોજનનો ત્યાગ, વ્યાપારનો ત્યાગ અને દેહનો અસત્કાર કરવો. એમ ચાર પ્રકારે પૌષધવ્રત કહ્યું છે. એને વિષે, અવલોક્યા વિના કે પ્રમાર્યા વિના આદાન, ઉત્સર્ગ કે સંસ્તાર કરવો (સ્પંડિલ પરઠવવું કે સંથારો કરવો), સ્મૃતિ અને ઉપસ્થાપનાનો અભાવ, તથા અનાદર એ અતિચાર કહ્યા છે. સાધુઓને શુદ્ધ અન્ન-પાન-વસ્ત્ર-વસતિ આદિનું ગૌરવ સહિત દાન દેવું એ અતિથિ-સંવિભાગ વ્રત કહેવાય છે. એને વિષે સચિત્ત ક્ષેપ-પિઠિત ક્ષેપ-પારકાનો વ્યપદેશ-માત્સર્ય, અને કાલાતિક્રમદાન એ અતિચાર છે. જેમ કર્મથી વિમુક્ત એવા જ આત્માના પ્રદેશ શુદ્ધ કહેવાય છે તેમ એ ગણાવ્યા એ પાંચ પાંચ અતિચારોથી રહિત હોય તોજ એ વ્રત વિશુદ્ધ કહેવાય છે. | (શ્રી વીરપ્રભુ કહે છે) આ જે અમે બંને પ્રકારનો ધર્મ કહો તેનું મૂળ સમકિત જ છે. જેમકે સમસ્ત પ્રાસાદનું મૂળ પણ પ્રથમ પાયાને વિષે જળ ભરી રાખવું એજ છે. એ સમકિત, ચેતન જેમ ચેતનાદિથી ગમ્ય છે તેમ, આત્માના પરિણામ તથા સૂત્રાર્થને વિષે રૂચિથી લક્ષિત હોઈ શમતા આદિથી ગમ્ય છે. એ શમતાદિ સાધુના મહાવ્રતની પેઠે (પ્ર) શમ-સંવેગ-નિર્વેદ-કરૂણા તથા આસ્તિકય એમ પાંચ છે. આ સમ્યકત્વ વળી જેમ મોક્ષમાર્ગ જ્ઞાનાદિ એ કરીને ત્રણ પ્રકારે છે તેમ, દર્શનમોહનીયના પ્રશમ, ક્ષય અને પ્રશમક્ષય વડે ત્રણ પ્રકારે છે એ કાજળ આદિથી શ્વેતવસ્ત્ર મલિન થાય છે તેમ, શંકા-કાંક્ષા-વિચિકિત્સા અને મિથ્યાદષ્ટિની સંસ્તવનાથી દોષિત થાય છે; તથા કલ્પવૃક્ષોથી નંદનવન શોભે છે તેમ શાસનને વિષે સ્થિરતા-ઉત્સર્પણા-ભક્તિ અને
૧. જ્ઞાન, દર્શન, ચારિત્ર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૩૧
Page #147
--------------------------------------------------------------------------
________________
કુશળતા તથા તીર્થસેવાથી, દીપી નીકળે છે. એ (સમક્તિ) વિના સકળ અનુષ્ઠાન તુષ (ફોતરા)ના ખંડનની જેમ, હસ્તિના સ્નાનની જેમ, અરણ્યના ગીતની જેમ, કાસવૃક્ષના પુષ્પની જેમ, કૃપણની આગળ પ્રાર્થનાની જેમ, ચક્ષરહિત જનની આગળ નૃત્યની જેમ, અને બધિરપુરુષની આગળ ગાયનની જેમ વૃથા છે; અને એનાથી (એ જો હોય છે તો) ક્રિયા સર્વે, ચંદ્રમાથી જેમ રાત્રિ, નરેશ્વરથી જેમ રાજ્યલક્ષ્મી તથા. સ્વામીથી જેમ પત્ની શોભે છે તેમ અત્યંત શોભી ઊઠે છે. માટે એ સમક્તિ ધારણ કરનારાઓએ તત્કાળ મોક્ષગતિ પમાડનારો યતિધર્મ આદરવો યોગ્ય છે. પણ જેઓમાં એવી શક્તિ ન હોય તેમણે પરંપરાએ મુક્તિ આપનારો એવો ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવો; કારણ કે પગથીએ પગથીએ ચઢતા અનુક્રમે મહેલે પહોંચાય છે. આમાં પણ જેઓ અશક્ત હોય તેમણે સમ્યકત્વ તો ધારવું જ; કારણ કે તે ચિરકાળે પણ સિદ્ધિ પમાડે છે; કેમ કે નિધાન પણ ભવિષ્યને વિષે ઉપકાર નથી કરતો શું ?
શ્રી વીરસ્વામી આ પ્રમાણે દેશના દેતા હતા એવે સમયે, દુર્બળ સ્ત્રીઓએ ખાંડેલી અને બલિષ્ટ સ્ત્રીઓએ ઝાટકીને મુકેલી અણિશુદ્ધ ઉત્તમ કલાશાળનો, રાજાના ગૃહને વિષે જ સિદ્ધ થયેલો આટકપ્રમાણ બળિ પૂર્વ દિશાના દ્વારેથી અંદર આવ્યો. તત્ક્ષણ પ્રભુએ દેશના બંધ કરી. ત્યાં જ દેવતાઓએ ઉત્કટ સુવાસમય ગંધ પદાર્થો ફેંક્યા; જાણે કે એ બલિના વેષમાં રહેલા પુણ્યને વશ કરવાને યોગ્ય ચુર્ણજ ફેંકતા હોય નહીં (પછી) સ્થિતિ આવી જ છે એમ બતાવતા હોય નહીં એમ એ બળિને ઉડાડવામાં આવ્યા; તેથી દિવસે પણ જાણે આકાશ ક્ષણવાર તારાતારામય થઈ રહ્યું. પછી પાછા તત્ક્ષણ નીચે પડતા પહેલાં એ બળિમાંથી અર્ધને તો, મરજીવા લોકો અગાધ જળને વિષે પડતા મણિ આદિને લઈ લે તેમ વેગથી દેવતાઓ લઈ ગયા. તેના અર્ધ રાજાએ લઈ લીધા અને બાકીના બીજા સામાન્ય જનોએ લીધા; અથવા તો ધર્મમાં તેમજ કર્મમાં ક્રમવાર જ લાભ મળે છે. એ બળિનો એક પણ સિકળ જેના મસ્તક પર પડે તેના છ છ માસના રોગો હોય તે પણ
Hin11111111111111
૧૩૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #148
--------------------------------------------------------------------------
________________
નાશ પામે છે.
ઉપરની શ્રી અંતિમ તીર્થકરની અત્યુત્તમ દેશનાથી ક્રૂર પ્રાણીઓ પણ પ્રતિબોધ પામ્યા. કારણ કે અતિ નિદ્રાળુ જન પણ ભાનુનો ઉદય થયે નથી જાગતો શું ? પછી શ્રેણિક નરપતિએ ત્રિજગદ્ગુરુ શ્રી વીરપરમાત્માની સમક્ષ મિથ્યાત્વ રૂપી વિષનો ત્યાગ કરીને જૈન દર્શનરૂપી અમૃતનો સ્વીકાર કર્યો. હૃદયને વિષે અત્યંત ભાવ ઉત્પન્ન થવાથી અભયકુમારે પણ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને વિજ્ઞાપના કરી કે-હે જિનેશ્વર ! અદ્યાપિ હું ચારિત્ર લેવાને સમર્થ નથી; કારણ કે વૃષભથી વહન થઈ શકે એટલો ભાર ધારણ કરવાની નાના: વાછરડામાં શક્તિ હોતી નથી. માટે હે સ્વામી મારા પર કૃપા કરીને મને શ્રાદ્ધ ધર્મ અંગીકાર કરાવો; કારણ કે કલ્પદ્રુમ દુર્લભ હોય તેથી શું આમ્રવૃક્ષ પણ અપ્રાપ્ય કહેવાય ? એ પરથી દેવાધિદેવ શ્રી વીર પ્રભુએ તેને યોગ્ય એવો ધર્મ તેને અંગીકાર કરાવ્યો; કારણ કે જિનેશ્વર મહારાજા નિત્ય લોકોને અનુરૂપ ધર્મ જ ગ્રહણ કરાવે છે.
હવે અભયકુમારે શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યા પછી મેઘકુમાર પણ ઊભો થઈને પ્રભુને નમી અંજલિ જોડી ભક્તિકોમળવાણી વડે કહેવા લાગ્યો-હે સ્વામી ! જન્મ-જરા-અને મૃત્યુ રૂપી મત્સ્યોથી સંપૂર્ણ એવા આ ભવસાગરથી નિર્વેદ પામેલા એવા મને દિક્ષારૂપી નૌકા આપો. હું હમણાં મારા માતાપિતાની આજ્ઞા માગી લઈને આપના ચરણકમળ સમીપ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને પુષ્પની જેમ મારા જન્મને સફળ કરીશ. શ્રી જિનેશ્વર ભગવંતે તે પરથી કહ્યું- હે દેવાનુપ્રિય ! તારી એ ઈચ્છા નિર્વિઘ્ન પરિપૂર્ણ થાઓ; તારે હવે ક્યાંય પણ પ્રતિબંધન કરવું નહીં. જો તીર્થકર મહારાજા શીત-ઉષ્ણ સુધા કે તૃષાના ભયની અવગણના કરીને સતત. ધર્મદેશના આપ્યા કરે અને સર્વ આયુષ્ય પણ ત્યાં જ ખપાવે તો પણ ક્યારેક શ્રોતામાંથી કોઈ પણ નિર્વેદ ન પામે (સંસાર ત્યજે નહિ.) પછી
૧. મા પવિત્યે વાદા એમ સૂત્રપાઠ છે. પ્રભુનો કહેવાનો મતલબ એ છે કે હવે તું ક્યાંય પણ વિલંબ કરીશ નહીં.” અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૩૩
Page #149
--------------------------------------------------------------------------
________________
ભગવાને શરીરનો શ્રમ દૂર કરવાને દેવચ્છન્દનો આશ્રય લીધો. કારણ કે એમની પણ કાયાને શ્રમ થાય છે.
હવે પછી શ્રુતકેવલી ગૌતમસ્વામીએ પ્રભુના પાદપીઠ પર બેસીને દ્વિતીય પૌરૂષીને વિષે દેશના આપી. અસંખ્યભવ પર્યન્ત એણે આત્માને યથાપ્રકારે પ્રતિપત્તિ કરાવીને લોકોના વિવિધ પ્રકારના સંશયો ટાળ્યા છે, પણ એ કેવળી નથી એમ છદ્મસ્થોને જાણ પણ પડી નથી. કારણ કે જેના પર જિનેશ્વરનો હાથ હોય તેના વિષે શું શું ન સંભવે ? દેશનાને અંતે રાજા પ્રમુખ સૌ પોતપોતાને સ્થાને ગયા; કારણ કે તીર્થંકર મહારાજની આઠ પહોર પર્યન્ત સેવા તો કોઈ (વિરલ-ભાગ્યશાળી)ને જ પ્રાપ્ત થાય છે.
હવે મેઘકુમારે પણ માતા પાસે જઈ ચરણે નમીને વિનય સહિત વિજ્ઞાપના કરી કે હે માતા ! હું સુરેન્દ્રોની પરંપરાએ સેવેલા શ્રી જિનપતિના ચરણકમળને નમસ્કાર કરીને તથા તેમના મુખ થકી ધર્મદેશના શ્રવણ કરીને આવું છું. તેથી આ વખતે મારું અંતઃકરણ ગગનને વિષે ઊંચે આરૂઢ થયેલા ચંદ્રબિંબની પેઠે અત્યંત વિરક્ત થયું છે. માટે તમારી સહાયથી મને એવી રીતે મુક્ત કરો કે હું વ્રત ગ્રહણ કરું કારણ કે ઉત્તરસાધક વિના સિદ્ધિ થતી નથી. આવું કટુવાક્ય જેના શ્રવણપથને વિષે પડતું નથી તેને ધન્ય છે એમ જ જાણે કહેતી હોય નહીં એમ ચિત્તહારિણી મૂર્છા ધારિણીની પાસે ગઈ (ધારિણીને મૂર્છા આવી). પછી જળથી લતાને જ જેમ, તેમ ચંદનનો રસ સિંચાવાથી તથા શીતળ પંખાના વાયરાથી તેને સચેતન કરી એટલે તે ગદ્ગદ વાણીથી બોલી-નાના પ્રકારની માનતાઓ માની ત્યારે મને તારા જેવો લોકદુર્લભ પુત્ર પ્રાપ્ત થયો છે. હે બન્ધુસમાન વત્સલ પુત્ર ! સમકિત વિના ચારિત્રની જેમ તારા વિના મારું જીવિત ક્ષણમાત્રમાં જતું રહેશે. માટે હે માતૃભક્ત ! હું જીવું ત્યાં સુધી ગૃહને વિષે રહીને તારી અમૃતકલ્પ દૃષ્ટિથી મારાં અંગોને શીતળતા પમાડ. તારી એવી જ ઈચ્છા હોય તો
૧૩૪
૧. (૧) રાગ વિનાનું-નીરાગી; (૨) (ચંદ્રપક્ષે) વિશેષ રાગવાન્.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #150
--------------------------------------------------------------------------
________________
હું ઈન્દુલેખાની પેઠે પરલોક પામું ત્યારે બન્ધન રહિત થયેલા યોગીની જેમ, તારું મનવાંછિત પૂર્ણ કરજે. હે પુત્ર ! એમ કરવાથી, તું વિજ્ઞ અને કૃતજ્ઞ કહેવાઈશ; કારણ કે આ સંબંધમાં વિશ્વસ્વામી શ્રી વીરપ્રભુનું જ પ્રત્યક્ષ દૃષ્ટાંત જો.
એ સાંભળી મેઘકુમારે કહ્યું-હે માતા ! તમારું કહેવું સત્ય છે; પણ તમે જે “હું જીવું ત્યાં સુધી” એવું કહ્યું તે એકાન્તનિત્ય અધ્યાત્મ વચનની પેઠે ઘટતું નથી. કારણ કે સંધ્યાના મેઘના રંગ અને જળના કલ્લોલના બુદ્બટ્ના જેવા ચપળ જીવિતને વિષે કોનું મૃત્યુ પ્રથમ થશે અને કોનું પછીથી થશે એ જણાતું નથી. વૃદ્ધ હોય તે જીવે છે અને નાના બાળક જતા રહે છે; નીરોગીનું મૃત્યુ થાય છે અને રોગીજનો બેસી રહે છે. માટે હે માતા ! ચિત્તને ભારે કરીને તથા આ પુત્ર પ્રતિ કરૂણા લાવીને આજ્ઞા આપો; કારણ કે બોધિ (સમ્યક્ત્વ) અતિદુર્લભ છે.
એ સાંભળી ધારિણીએ કહ્યું-હે પ્રિયવત્સ ! તારે પ્રકૃષ્ટ રૂપસૌભાગ્ય અને લાવણ્યરસની કુપિકારૂપ, વર્ણ-વય અને ગુણમાં તારા જેવી શોભી રહેલી, તારે વિષે નિત્ય અત્યંત ભક્તિવાળી, શ્રેષ્ઠકુળને વિષે ઉત્પન્ન થયેલી અને ભોગકળાકૌશલ્યને વિષે અતિ ચતુર એવી આઠ આઠ તો સ્ત્રીઓ છે તો તેમની સાથે હમણાં તો દેવતાઓને દુર્લભ એવા ભોગ ભોગવ; પછી તીર્થંકરમહારાજની પાસે દીક્ષા ગ્રહણ કરજે.
માતાનાં આવાં આકર્ષક વચનો સાંભળીને પણ મેઘકુમાર અચલિત રહીને બોલ્યો-હે અમ્બા ! તમે મને જે મત્યુલોકના માનવીના ભોગને અર્થે નિમંત્રણ કરો છો તે ભોગો પણ શરઋતુના મેઘ અને વિધુના ચમકારાની જેવાં અસ્થિર છે. રાજ્ય ચરણની રજ સમાન તુચ્છ છે; ભોગોપભોગ મોટા નાગ સમાન ભીષણ છે, મનકામના અનિષ્ટ છે અને વિષયો પર્યન્તે વિષસમાન છે. શુક્ર-શોણિત-મળ-મૂત્ર-શ્લેષ્મ અને પિત્તાદિથી સંભવતા અને સમુદ્રતરંગવત્ ચંચળ એવા એ અનિત્ય અને નશ્વર છે. પાપની અનિવાર્ય લતાની પરંપરાને મેઘની સમાન પોષનાર સ્ત્રીજન વળી અપવિત્ર પદાર્થોની ઘટિકા (નાના ઘડા)ની જેમ સત્પુરુષોએ નિન્દવા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૩૫
Page #151
--------------------------------------------------------------------------
________________
યોગ્ય છે. કોણ પહેલું જશે અને કોણ પાછળથી જશે એનું નિશ્ચિત. જ્ઞાન કોને છે ? માટે એવા હેય વિષયો વિષે રતિ શી ?
પુત્રનાં આવાં ચિત્તવેધક વચનો સાંભળીને પણ હારી ન જતાં માતાએ પોતાનો બોધ શરૂ રાખ્યો-હે વહાલા ! શું તને આવા ઓજસ્વી સ્વર્ણ-રત્નાદિને વિષે તથા વિસ્તારયુક્ત એવા આ સામ્રાજ્યને વિષે વત્સલભાવ નથી થતો ? તારે તરૂણ સૂર્યનાં જેવાં દેદિપ્યમાન રત્નો છે તથા હંસગર્ભ-ઈન્દ્રપુલક પ્રભૂતિ માણિક્યો છે. હે પુત્ર ! તું જેને વાતે તપ કરવાની ઈચ્છા કરે છે તે સર્વ અહીં તારી સન્મુખ જ છે માટે યથેચ્છ રીતે પૂર્ણ ભોગ ભોગવી લે; પછી યતિ સન્મુખ વ્રત ગ્રહણ કરજે.
આ સાંભળીને સંસારથી સર્વાશે ખિન્ન થયેલા મેઘકુમારે માતાને સમજાવ્યા. હે માતા ! પરમ અર્થ (મોક્ષ) પ્રાપ્ત કરવાના પ્રયાસને વિષે આસક્ત એવા જનોને ક્ષણભંગુર અર્થોનું શું પ્રયોજન છે ? એવા તુચ્છ અર્થો ક્ષણમાં ચોર-અગ્નિ-દામાદ રાજા પ્રમુખને સ્વાધીન થાય છે. જે ઉપાર્જન કરવામાં દુર્બુદ્ધિ લોકો મહાપાપ બાંધે છે, તેનો ત્યાગ કર્યા વિના તેમનાં કર્મ નષ્ટ થતાં નથી અને તેથી તેમને સંસારમાં ભ્રમણ જ કરવું પડે છે. જેમાં સમુદ્ર ગમે એટલાં જળથી, અને અગ્નિ ગમે એટલા પણ કાષ્ઠથી તૃપ્ત થતો નથી તેમ મુગ્ધબુદ્ધિ પુરુષ પણ લક્ષ્મીથી ક્યારે પણ સંતોષ પામતો નથી. અથવા આ કમળપત્ર પર રહેલા જળબિન્દુની જેવા ચંચળ અને તુચ્છ જીવિતને વિષે પણ તૃણની પેઠે
ક્યાં પ્રતિબંધ છે ? એ અર્થ (દ્રવ્ય) કીર્તિ વિસ્તારનાર છે પણ દુર્ગતિનો હેતુભૂત હોઈ વૃથા છે; કારણ કે કાનને તોડી નાંખે એવા સુવર્ષે કરીને શું ? વળી શાન્તાત્મા પ્રાણીઓને યૌવન વૃદ્ધાવસ્થા જેવું છે અને વ્યાકુળ ચિત્તવાળાને તો વૃદ્ધાવસ્થા પણ યૌવન સમાન છે.
આમ બુદ્ધિશાળી પુત્રના સત્યવંત ઉત્તરોથી કંઈક પાછી પડીને ધારિણીમાતા પોતાના છેલ્લા ઉપાય પર આવી-અરે વ્હાલા કુમાર ! એ તો સર્વ ખરું, પણ તું સુકોમળ છે અને ચારિત્ર દુષ્કર છે કારણ કે તારે મેરૂસમાન અતિ ગુરુ કઠિન પંચમહાવ્રતો વહન કરવાના છે. તારે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૩૬
Page #152
--------------------------------------------------------------------------
________________
રાત્રિભોજનનો ત્યાગ કરવો પડશે. મિત્ર-બંધુ-શરીરને વિષે મમત્વ મૂકવો પડશે; તે વિના છૂટકો નથી. ઉદ્ગમશુદ્ધ, ઉત્પાદનાશુદ્ધ, ગ્રાસશુદ્ધ અને એષણાશુદ્ધ એવી ભિક્ષા ગ્રહણ કરીને નિભાવ કરવો પડશે; અને લોભમાત્ર ત્યજી દઈને પરિગ્રહ વિના રહેવું પડશે. ત્રણ ગુપ્તિ અને પંચસમિતિ ધારવી પડશે અને માસાદિ પ્રતિમા તથા દ્રવ્યક્ષેત્ર પ્રમુખ અભિગ્રહ લેવા પડશે. એટલું જ નહિ પણ જીવિતપર્યન્ત સ્નાન નહીં થાય; શયન ભૂમિ પર કરવું પડશે; કેશ અને શ્મથુનો લોચ કરવો પડશે, અને રહેવાનું નિરંતર ગુરુકુળને વિષે રાખવું પડશે. સુધા પ્રમુખ બાવીશ પરિષહો અને ક્ષુદ્ર તિર્યંચ-નર-દેવ પ્રમુખના ઉપસર્ગો સહન કરવા પડશે. નિરંતર મહાપ્રયાસ લઈને અઢારસહસશીલાંગ વહન કરવા પડશે, અને જે મળ્યું તે ઉપર નિર્વાહ કરવો પડશે.
હે પુત્ર ! તારે દીક્ષા લઈને આ સર્વ લોહના ચણા ચાવવાના છે, તથા વેળુના કોળીઆ ભરવાના છે. મહાન તરંગોને લીધે ભીષણ. એવો મહાસાગર ભુજામાત્રથી તરવાનો છે, તથા જેમાં પૂર આવ્યું છે એવી સ્વર્ગગંગાને સામે પૂરે તરવાની છે. એટલું જ નહીં પણ તીક્ષ્ણ ખડગધારા પર પગ મૂકીને ચાલવાનું છે તથા પ્રજ્વલિત જ્વાળાવાળા અગ્નિને પગવતી શાંત કરવાનો છે. મેરૂ પર્વતને તુલાથી તોળવાનો છે અને રાગાદિ ભયંકર શત્રુઓનો એકલે હાથે જ પરાજય કરવાનો છે. ઉપસર્ગયુક્ત પરિષહોને સહન કરવા ઉપરાંત, વ્યાસ સહિત ફર્યા કરતા ચક્રવાળા સ્તંભ ઉપર રહેલી પુતળીને વિંધવાની છે ! દુઃખેથી ઉખેડી શકાય એવા ગૃહમંડપના વાંસને છે દવા એ સહેલું છે; તેમ દીક્ષા લેવી એ પણ સહેલું છે; પણ તેમાં શીલનો જે ભાર છે તે દુર્વહ છે. માણસો વિશ્રામ લેતા લેતા તો અનેક ભાર વહન કરે છે, પણ આ શીલરક્ષણરૂપ ભાર તો યાવજીવ, વિશ્રાન્તિ વિના વહન કરવાનો છે. હે સુકુમાર વત્સ ! તું દીક્ષા લઈશ એટલે તારે, તે પૂર્વે નહીં ઉપાડેલી એવી જગતના જયની પતાકાને ગ્રહણ કરવાની છે. હે
૧. ચારિત્રના અઢારહજાર અંગ છે તેના ધારણ કરનારા મુનિ કહેવાય છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૩૭
Page #153
--------------------------------------------------------------------------
________________
પુત્ર ! વધારે શું કહું ? આવી આવી અનેકવિધ ઉપમાથી પ્રવ્રજ્યા દુષ્કર છે.
જનનીનાં એવાં એવાં વત્સલતાયુક્ત વચનો સાંભળીને વળી મેઘકુમારે કહ્યું-હે માતા ! તમે જે જે કહો છો તે નિ:સંશય સત્યવાત છે; નહીં તો સર્વ માણસો દીક્ષા લીધા કરત. પણ શ્રી જિનેશ્વર ભગવંતે સંસારને વિષે જે દુ:ખ ગણાવ્યું તેનો લેશ પણ પ્રવ્રજ્યાને વિષે નથી; કારણ કે લવણસમુદ્રમાં જે ખારાશ છે તે મરૂદેશના જળને વિષે કદિ હોય છે શું ? હે માતા ! જેમ કાયર પુરુષને જ સંગ્રામને વિષે પ્રવેશ કરવો દુષ્કર છે, તેમ કામભોગને વિષે જેઓ લંપટ હોય છે તેમને જ ચારિત્ર દુષ્કર છે. શૂરવીર સુભટોને જેવા પ્રહાર તેવા નિર્વેદ પામેલા મોક્ષાભિલાષી જનોને સાધુના આચાર સુખેથી સહન થાય એવા છે.
આ પ્રમાણે મેઘકુમારે સેંકડોબંધ ઉત્તમ પ્રમાણ arguments વડે માતાને સમજાવીને તેની અનુમતિ મેળવી; કારણ કે વક્તા પુરુષોની જીભ કામધેનુની પેઠે મનવાંછિત આપનારી હોય છે. પછી ત્યાંથી તે પિતાશ્રેણિકરાજા પાસે ગયો અને ત્યાંયે નાના પ્રકારના ઉપાયો વડે તેની અનુજ્ઞા મેળવવાને પ્રયાસ કરવા લાગ્યો એટલે નરપતિએ કહ્યું-હે વત્સ ! તું સંસારથી ઉદ્વેગ પામ્યો છે છતાં પણ આ વખતે મારું રાજ્ય ગ્રહણ કર. કૃતજ્ઞપુત્રે પણ એ વાતની હા કહી, કારણ કે માતપિતાના ઉપકારનો કોઈ રીતે બદલો વળી શકે તેમ નથી. રાજાએ મેઘકુમારનો પરમોત્સવ પૂર્વક રાજ્યાભિષેક કર્યો; અથવા તો એના જેવા ને શું શું યોગ્ય નથી ?
પછી હર્ષના આવેશમાં તેણે પુત્ર મેઘકુમારને પૂછ્યું-હે વત્સ ! કહે હવે તારું શું અભિષ્ટ કરું ? તે પરથી, દીક્ષા લેવાને ઉત્સુક એવા કુમારે કહ્યું-હે તાત ! મને બજારમાંથી ક્યાંયથી રજોહરણ-પાત્ર પ્રમુખ આણી આપો; કારણ કે તપોરાજ્ય દુર્લભ છે. તે પરથી રાજાએ ચૈત્યગૃહને વિષે અષ્ટાહિક મહોત્સવ શરૂ કરાવ્યો, બન્દિજનને મુક્ત કર્યા તથા જંતુઓની અમારી ઘોષણા વજડાવી.
પછી રાજપુત્ર મેઘકુમાર રણરણાટ કરતી અનેક ઘંટાઓના અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૩૮
Page #154
--------------------------------------------------------------------------
________________
ટંકારરવથી દિશાઓના અંતરને પૂરી નાખતી, ચારગવાક્ષ તથા સુંદર ઊંચા સ્તંભથી વિરાજતી, સ્થળે સ્થળે ઉલ્લાસ પામતી કાન્તિવાળા કળશોથી શોભી રહેલી, અને શીતળ વાયુથી હાલતી અનેક ધ્વજાઓથી દીપી રહેલી એક વિશાળ શિબિકામાં આરૂઢ થયો તે જાણે એમ સૂચવતો હોય નહીં કે નિશ્ચયે આ પ્રમાણે જ હું વિમાનને વિષે આરોહણ કરીશ ! પછી પૂર્વાચળના શિખર પર રવિ આરૂઢ થાય તેમ તે, તે શિબિકાને વિષે પ્રથમ મૂકેલા એવા ઉત્તમ સિંહાસન પર બેઠો; એટલે માણસો એ ઉપાડીને ચાલવા લાગ્યા; અને કુમાર નિશ્વળ ચિત્તે સમવસરણ ભણી ચાલ્યો. તેણે ઉત્તમ વેષ પહેર્યો હતો; કંઠે પુષ્પની માળા રહી હતી. શરીરે ચંદનાદિથી વિલેપન કર્યું હતું અને નાના પ્રકારના આભૂષણો પણ ધારણ કર્યાં હતાં. વળી કોઈની નજર ન પડે તેટલા માટે મહત્તરા કુળસ્ત્રી સહિત કુમારનાં લૂણ ઉતારતી હતી. ચામરવાળી સ્ત્રીઓ ચામર વીંજતી હતી અને બન્ટિજન ઊંચે સ્વરે વિવિધ જયમંગળના પાઠ કરતા હતા. વારાંગનાઓ અનેક સ્વરના ગાયન ગાતી હતી અને હાવભાવ સહિત મનહર નૃત્ય કરતી હતી. વાજિંત્ર વગાડનારા બારે પ્રકારના વાજિંત્રો વગાડતા હતા અને વિદ્યાર્થી બાળકો પણ ગાતા ગાતા આગળ ચાલતા હતા. આ પ્રમાણે મેઘકુમાર સુવર્ણ-રૂપાનું વગેરેનું દાન દઈને કલ્પવૃક્ષની પેઠે લોકોના દારિદ્રયને ભેદતો, જન સમૂહને સંસાર પરથી વૈરાગ્ય-હર્ષનો ઉદય અને ચિત્તને વિષે વિચિત્ર ચમત્કાર ઉપજાવતો, અને સાથે શાસનની ઉન્નતિ કરતો, પિતા-શ્રેણિક રાજા અને અભયકુમાર પ્રમુખ સહોદરો સહિત સમવસરણની નજદીક આવી પહોંચ્યો.
ત્યાં સર્વેએ, હંસ પક્ષીઓ માનસસરોવરને વિષે પ્રવેશ કરે તેમ, હર્ષસહિત લક્ષ્મીના ગૃહરૂપ સમવસરણને વિષે પ્રવેશ કર્યો; પ્રવેશ કરીને, મંદરાચળની આસપાસ જેમ તારાગણ તેમ પ્રભુની આસપાસ વીંટળાઈ વળ્યા; અને ફળભારથી વૃક્ષો નમે તેમ વિભુને ભક્તિ સહિત નમવા લાગ્યા. પછી મેઘકુમારના માતપિતાએ પોતાના સર્વ જનવર્ગની સંગાથે ત્રિજગદ્ગુરુપ્રભુને વિજ્ઞપ્તિ કરી કે-હે પ્રભુ ! આ અમારી સચિત્ત ભિક્ષાને ગ્રહણ કરો; આપને મૂકીને બીજું કયું ઉત્તમ સંપ્રદાન અમને મળશે ?
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૩૯
Page #155
--------------------------------------------------------------------------
________________
એટલે શ્રી વીરપ્રભુ બોલ્યા-ગ્રહણ કરીએ. કારણ કે વિવેકી પુરુષો પણ અદત્ત ગ્રહણ કરતા નથી, તો ગુરુજન તો શેના જ કરે ?
પછી મેઘકુમારે પ્રભુને કહ્યું-હે સ્વામી ! મારો સત્વર આ સંસાર થકી વિસ્તાર કરો; કારણ કે જળનિધિને વિષે ડૂબતો એવો કયો માણસ પ્રવહણને વિષે ચઢી જવાને ઉતાવળો ન થાય ? પછી પ્રભુએ એને સામાયિક સૂત્ર ઉચ્ચરવાપૂર્વક વિધિ સહિત દીક્ષા દીધી; અને શિક્ષા આપી. કે-હે મુનિ ! તમારે યતનાપૂર્વક શયન કરવું, યતના સહિત આસન કરવું, યતના સહિત ઊભા થવું, અને ચાલવું પણ યતના સહિત. વળી આહાર કરવો તથા બોલવું ચાલવું તે પણ યતનાપૂર્વક કરવું. પછી ચારિત્રા અંગીકાર કરી હવે સાધુ થયા એવા મેઘકુમારને દેવતાઓ તથા માનવજન વંદન કરવા લાગ્યા; અથવા તો પ્રવ્રજ્યા ત્રણે જગતને પૂજ્ય છે માટે એમાં કંઈ અદભુત નથી. દીક્ષા આપીને પ્રભુએ નવીન સાધુને ગણધરને સોંપ્યા; કારણ કે રાજા તો આદેશ માત્ર કરે છે, શેષ શિક્ષા તો અધિકારી સેવક વર્ગ જ આપે છે.
હવે ગણધરને સોંપાયા પછી મેઘકુમારે સાયંકાળે ગુરુની સમક્ષ આવશ્યક-સ્વાધ્યાય-વાચના પ્રમુખ કર્યા; કારણ કે ક્રિયા સર્વે ગુરુની સાક્ષિએ કરવી કહી છે. પછી રાત્રિનો દોઢ પ્રહર વીત્યા પછી પ્રવર્તકે (મુખ્ય સાધુએ) જાણે ઘર-બજાર આદિ બાંધવાને અર્થે હોય નહીં એમાં દરેક સાધુને સંસ્કાર (સંથારા)ને અર્થે ભૂમિના વિભાગ કરી આપ્યા. તેમાં મેઘકુમારને ભાગે લાકડાના હાથાવાળા, અને અતિ લાંબા પણ માપવાળા દંડાસનથી જ ખબર પડે એવી દ્વાર આગળની ભૂમિને વિષે સંથારો કરવાનું આવ્યું. એટલે નિરંતર ત્યાંથી તે તે કાર્યને અર્થે જતા આવતા મુનિઓના ચરણથી એને કસુંબાની પેઠે સંઘટ્ટ થવા લાગ્યો (ખંદાવું પડ્યું, તેથી કુમુદપુષ્પના સમૂહની પેઠે તેને આખી રાત્રિ નિમેષમાત્ર નિદ્રા આવી નહીં.
અને કર્મ ઉદય આવવાથી એના મનને વિષે સંકલેશ ઉત્પન્ન થયો. અહો ! સ્થાના સ્થાનનો વિચાર નહીં કરનારા એવા કર્મને ધિક્કાર છે ! જ્યારે સકળ કાર્ય નિષ્પન્ન કરવાને સમર્થ એવો હું ગૃહવાસને ૧૪૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #156
--------------------------------------------------------------------------
________________
વિષે હતો ત્યારે તો આ સર્વ મુનિઓ મને એમ કહેતા હતા કે-“ચાલ, મેઘકુમાર, જિનમંદિરે ચાલ; ત્યાં તું અનન્તફળને આપનારું ઉત્તમ સંગીત, કરાવજે; અને મુકુંદ-માલતી-જાતિ-કેતકી-રાજચંપક-અને પદ્મ પ્રમુખ પુષ્પોથી ઘણી રચના કરી દેવપૂજન કરજે; તારે નિત્ય જિનમુદ્રાદિથી સંશુદ્ધ એવું પંચશકસ્તવાદિક જિનવંદન કરવું યોગ્ય છે. કેમ રાજપુત્ર, તું ક્ષેત્રસમાસાદિ શાસ્ત્ર શીખે છે કે ? બોલ, જે તું વિસ્મૃત થયો હોઈશ. તે અમે પોતે તને ભણાવશું. વળી જો તારે અર્થ સહિત શાસ્ત્ર શ્રવણ કરવાની ઈચ્છા હોય તો કહે. અમે તારી પાસે તે સવિસ્તર કહેશું. વળી તું સાધર્મીવાત્સલ્ય કરીશ કે ?” ઈત્યાદિ કહીને, પિતા પુત્રને લાડ લડાવે તેમ મને પૂર્વે બહુબહુ લાડ લડાવતા હતા. પણ હમણાં તો એજ તેઓ વિભવ રહિત એવા મને ચરણથી સંઘટ્ટ કરે છે-એ શું ? અથવા તો વિજ્ઞાન, જ્ઞાન, વાકચાતુર્ય, દાક્ષિણ્ય, કરૂણા, ન્યાય, વિનય, સૌભાગ્ય, વૈરાગ્ય, ક્ષમા, શૌર્ય, કુલીનપણું કે શરમાળપણું-એ સર્વ લક્ષ્મી વિના નહીં જેવાં છે.
મારી માતા જે એમ કહેતી હતી કે “ભાઈ, દીક્ષા દુષ્કર છે” તે ખરું કહેતી હતી; પણ જ્યાં સુધી અંદર પ્રવેશ કર્યો ન હોય ત્યાં સુધી શી ખબર પડે ? માટે હવે ક્ષેમ કુશળ પ્રભાત થવા દો, પ્રભાત થશે એટલે હું નિશ્ચયે આ વ્રત પડતું મૂકીશ કારણ કે હજુ કંઈ મેં બોર (વેચવા)ની બૂમ પાડી નથી. આ વેશ હું પ્રભુને આપી દઈને મારે ઘેર જતો રહીશ; કારણ કે શુકશાળા (એટલે કે માંડવી તે)નું દાણ જે ભાંગે છે તેનો, તે દાણની વસ્તુ જ દાણવાળાને આપી દેવાથી (ખુશીથી) છુટકો થાય છે. માણસને ચરણે કાંટો વિંધાવાથી માર્ગને વિષે
૧. બોર વેચનાર બહાર રસ્તે “બોર લ્યો બોર” એમ બોલે છે એટલે એ બોર વેચવા નીકળ્યો છે એમ સૌ જાણે છે. પણ મેઘકુમાર કહે છે કે હું તો હજુ બહાર નીકળ્યો નથી, ઉપાશ્રયમાં જ છું. માટે હજુ બગડી ગયું” નથી. બહાર નીકળ્યો નથી એથી કોણ જાણે છે કે સાધુ થયો છે ?
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૪૧
Page #157
--------------------------------------------------------------------------
________________
જેવી સ્કૂલના થાય છે તેવી જ મોક્ષમાર્ગને વિષે પ્રવૃત્ત એવા મનુષ્યોની સ્કૂલના પણ છે. તે દિવસે દીક્ષિત થયેલા આ મેઘકુમારને જે આવો સંકલેશ થયો તે જાણે નૂતનગૃહને વિષે અગ્નિ ઉત્પન્ન થયો હોય
નહીં !
પછી પ્રભાતે સર્વ સાધુઓની સંગાથે મેઘકુમાર પણ સમવસરણને વિષે ભગવંતને વંદન કરીને યથાસ્થાને બેઠો. એટલે શ્રી જિનેશ્વરે તેને કહ્યું-હે મેઘકુમાર ! તારા ચિત્તને વિષે જે સંકલેશ થયો છે તે આમ્રવૃક્ષમાંથી કટુફળની ઉત્પત્તિ જેવું થયું છે. તારા જેવા વિવેકીના વ્રતનો ત્યાગ કરવાના પરિણામ યુક્ત નથી; કારણ કે ચંદ્રમા થકી અગ્નિનો વરસાદ કદિ સંભવે નહીં. ઉત્તમ સાધુઓના ચરણના સંઘટ્ટથી થયેલી વ્યથા કોણમાત્ર છે ? તેં પૂર્વે હસ્તિના ભવને વિષે જે મહાવ્યથા સહન કરી હતી તેનું જ્યારે તને સ્મરણ થશે ત્યારે તો તું એથી પણ અધિક સહન કરીશ.
(એમ કહીને પ્રભુ એનો પૂર્વભવ કહે છે) આજ ભારતવર્ષને વિષે વૈતાઢ્ય પર્વતની સમીપની ભૂમિને વિષે ત્રીજા ભવ ઉપર તું એક શ્રેષ્ઠ હસ્તિ હતો. એક સહસ્ર હસ્તિનો અધિપતિ હોઈ રાજ્યના સાત અંગોને વિષે પ્રતિષ્ઠિત એવો તું વનચરોએ આપેલા “સુમેરૂપ્રભ' એવા નામને ધારણ કરતો હતો. ત્યાં તું વળી અરણ્યો-કુંજ-નદીઓ-તળાવડી પ્રમુખને વિષે હાથણી અને બચ્ચાંઓની સાથે નાના પ્રકારની ક્રીડા કરતો હતો. રાણીઓની સાથે જેમ રાજાને, તેમ હાથણીઓની સંગાથે તને રતિવિલાસ ભોગવતા કેટલાક દિવસ વ્યતીત થયા. એવામાં એકદા યમના જેવો દારૂણ ગ્રીખ સમય આવ્યો. જળ ઊંડા જવા લાગ્યા અને દાહ ઉદય પામવા લાગ્યો. એ વખતે એ ગ્રીષ્મઋતુની સાથે મૈત્રીભાવ ધરાવતો. તાપ પણ જાણે એને લીધે જ વૃદ્ધિ પામવા લાગ્યો. વળી તાપની સાથે મદોન્મત્ત વાયુ પણ પ્રચંડપણે કુંકાવા લાગ્યો. એ પ્રચંડવાયુએ ઉડાડેલી
૧. સ્વામી-અમાત્ય-સુહૃ–કોશ-રાષ્ટ્ર-દુર્ગ અને સૈન્ય-એ સાત રાજ્યના અંગો કહેવાય છે.
૧૪૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #158
--------------------------------------------------------------------------
________________
ધૂળને લીધે દશે દિશાઓ ખલપુરુષની વૃત્તિની પેઠે ધૂમ થવા લાગી. વળી એ વખતે સૂર્યના અશ્વો પણ ધૂળથી નેત્રો ભરાઈ જવાને લીધે
ત્વરિતપણે ચાલવાને અશક્ત હોવાથી જ જાણે એ કાળ (ઉષ્ણ કાળ)ના દિવસો વૃદ્ધિ પામવા લાગ્યા. અને તેથી જ કૃશતાને લીધે યામિની (રાત્રિ) ત્રણ યામ (પ્રહર)ની થવા લાગી. (તે ત્યારથી આજસુધી પણ એજ પ્રમાણે નિયામાં કહેવાય છે.)
એ સમયે સરિતાઓ પણ કૃશ થવા લાગી તે પણ જાણે પોતાના ઉત્પાદક ગિરિવરોના મસ્તક (શિબિર)ને વિષે ધૂળ પડતી દેખીને જ હોય નહીં શું ? સૂર્યના ઉત્તાપને લીધે વળી તલાવડીઓને વિષે પણ જળ ઘટી જવા લાગ્યા; અથવા તો જે કાળને વિષે જેનો બહુ ખપ પડે તેની જ અછત થાય છે. “અરે ! પ્રચંડ તાપને ઝરનાર ઉષ્ણકાળ, મારી સ્ત્રીઓને તું આમ શુષ્ક કરી નાંખે છે તો શું તું દષ્ટિએ કંઈ નથી દેખતો ? માટે તારે માટે એક સારું સ્થાન શોધી કાઢ.” એમ નદીપતિ (સમુદ્ર) પણ જાણે પોતાના મોટા કલ્લોલરૂપી ગર્જનાના મિષથી (એ ઉષ્ણ કાળને) કહીને તેને ડુબાવી દેવાને જ હોય નહીં એમ ઊંચા ઊંચા ઉછાળા મારવા લાગ્યો. આ ઉષ્ણ કાળે વળી લીલીછમ લતાઓને તથા ઘાસને પણ સૂકવી નાખ્યું; અથવા તો દુર્બળ પ્રતિ સૌ કોઈ પોતાની શક્તિ બતાવે છે. પણ આવો બલિષ્ટ છતાં પણ એ કાળ વૃક્ષોની છાયાને ટાળવાને સમર્થ થયો નહીં, કારણ કે મૂળને વિષે છે જીવન જેનું એવાને યમ પણ કશું કરી શકતો નથી. વળી જવાસાને પણ તેણે લીલો ને લીલો જ રાખ્યો કારણ કે કૃતજ્ઞ હોય એવાને પણ કોઈ કોઈ તો વલ્લભ હોય છે જ.
આ વખતે વળી તાપથી પીડાતા મહિષો અને શકરો, ગુફાને વિષે જેમ ઘુવડપક્ષીઓ તેમ જળના ખાબોચીઆમાં પડી રહીને આખો દિવસ ગાળવા લાગ્યા. શ્વાનો પણ જાણે પ્રાણીઓના જીવિત આદિનું અધૈર્ય બતાવતા હોય નહીં એમ હાંફતા હાંફતા વારંવાર જીભને હલાવવા લાગ્યા. આમ્રફળ પ્રમુખ તથા લીંબડા પ્રમુખનાં ફળ પણ સૌ સાથે પાક ઉપર આવવા લાગ્યા; કારણ કે ઉત્તમ તેમજ જઘન્ય સર્વનો સમય સરખો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૪૩
Page #159
--------------------------------------------------------------------------
________________
હોય છે. વળી શિરીષ-પાટલ-કદંબ-મલ્લિકા-કેતકી પ્રમુખ વૃક્ષોને પુષ્પ આવવા લાગ્યાં; કારણ કે પોતાનો દિનમાન ઉદય પામ્યે કોણ નથી ફળતું ? ધનવાનૢ લોકો પણ એ વખતે કર્પર મિશ્રિત ચંદનના રસના સેવનનું, પુષ્પની માળાઓનું અને સુંદર સ્ત્રીઓની સાથે વિહારનું સુખ મેળવવા લાગ્યા. પણ સુગંધી-શીતળ અને સ્વાદિષ્ટ જળથી ભરેલી પરબો તો મહંત પુરુષોની સંપત્તિની પેઠે સર્વ કોઈના ઉપયોગમાં આવવા લાગી.
આવા ગ્રીષ્મ સમયને વિષે એકદા વનમાં વાંસના પરસ્પર સંઘટ્ટથી, કુટુંબને વિષે જેમ કલહ, તેમ મહાન દાવાગ્નિ પ્રકટ થયો. તે દાવના ધગ્ ધમ્ શબ્દથી, સિંહનાદથી જેમ હરિણો કંપે તેમ, વનના સમસ્ત પ્રાણીઓ કંપવા લાગ્યાં. માંડ માંડ ફાટે એવા વાંસ ધાણીની પેઠે ફાટવાથી એના ત્રટત્ ત્રટત્ શબ્દોએ મોટા અવાજ કરી મૂક્યાથી એનું મન અનેક પ્રહારો વડે શાલવૃક્ષ ભાંગી જાય એમ ભાંગી ગયું. જાણે યમરાજા પોતાની જીભથી પક્ષીઓનો ભક્ષ કરવાને તૈયાર થઈ રહ્યો હોય નહીં એમ ઊંચે પ્રસરતી જ્વલાઓથી અગ્નિ સળગવા લાગ્યો. જાણે એક નવીન વિશ્વામિત્ર આવ્યો હોય નહીં એમ એ અગ્નિએ ધુમાડાથી તારાઓને ઢાંકી દઈને લાલચોળ તણખાઓ વડે આકાશ ને કેવળ મંગળ બનાવી દીધું; અને સમસ્ત લીલા અને સુકા તૃણ-વૃક્ષ-લતાદિને બાળવા લાગ્યો; કારણ કે ખલપુરુષ નિરંતર સર્વકષ (સર્વની કસોટી કરનાર) હોય છે. જાણે યમનો સહાયક હોય નહીં એમ એ પગ વગરના, ઘણા પગવાળા, બે પાં, ચોપગાં, સૌનો સંહાર કરવા લાગ્યો. ધુમાડાથી ભરાઈ ગયેલા આકાશને વિષે સૂર્ય તો એક ત્રાંબાના અરીસા જેવો અને એનો તડકો કસુંબાના કીટા જેવો દેખાવા લાગ્યો.
એ વખતે દવને લીધે, તારા યૂથના પરિવાર સહિત તું તૃષાતુર થવાથી અસંતોષી જનની પેઠે સર્વ દિશાઓમાં દોડવા લાગ્યો. એમાં નાની નાની ડાળીઓને નમાવી દેતો, વૃક્ષના સમૂહને ભાંગી નાંખતો અને મોટી મોટી શાખાઓને મરડી નાખતો તું મહા કપ્ટે, બાલ-તપસ્વી દુર્ગતિના હેતુભૂત રાજ્યને જેમ પ્રાપ્ત કરે તેમ, એક પંકથી ભરેલા સરોવરને પામ્યો. (શ્રી વીર પ્રભુ મેઘકુમારને કહે છે) હે મુનિ ! તે જોઈને તું અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૪૪
Page #160
--------------------------------------------------------------------------
________________
જન્મથી જ દારિદ્રી એવો માણસ જેમ અલ્પ પણ ધન પામીને સંતોષ પામે તેમ, મનને વિષે અતિસંતોષ પામ્યો, અને તુષાતુર હોવાથી પરિણામ વિચાર્યા વિના એ કાદવવાળા સરોવરને વિષે અવળે માર્ગે પેઠો; અથવા તો વ્યથાથી પીડાતા પ્રાણીઓ મતિશૂન્ય થઈ જાય છે. અવળે માર્ગે પેસવાથી તું, મહા આરંભના કરનારા પ્રાણીઓ દુર્ગતિના સાગરને વિષે ખૂંચી જાય છે તેમ, અગાધ કાદવમાં ખૂંચી બેઠો; અને મહામોહને વશ એવો જીવ ઘરરૂપી ન્યાસમાંથી નીકળી શકતો નથી તેમ, એ કાદવમાંથી તું લેશમાત્ર પણ નીકળી શક્યો નહીં. ત્યાં અગાઉ વાસ કરી રહેલો એક પ્રતિસ્પર્ધી હસ્તિ પોતાના બે દસ્તૂશળથી તને નદીના તટની જેમ પીઠ પર પ્રહાર કરવા લાગ્યો. એ પ્રહારની વેદના તેં વર્ષ વર્ષ જેવડા સાત દિવસ સુધી સહન કરી. અંતે તારું સર્વ એકસોનેવીશ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તું આર્તધ્યાને મૃત્યુ પામ્યો; અને પુન: પણ વિન્ધ્યાટવીના મૂળને વિષે હસ્તિપણે ઉત્પન્ન થયો; કારણ કે એ આર્તધ્યાન તિર્યંચની ગતિને આપનારું છે.
હે મેઘકુમાર ! તારા એ ભવમાં પૂર્વની જેવા જ ગુણવાળો અને ચાર દસ્તૂશળવાળો તું સાતસોને પચાસ હસ્તિના યૂથનો સ્વામી થઈ મેરૂપ્રભ નામે વિચરવા લાગ્યો. એકવાર દાવાનળ સળગેલો જોઈને તને, વૃદ્ધાવસ્થામાં માણસને યૌવનને વિષે અનુભવેલું યાદ આવે છે તેમ તારી પૂર્વજાતિનું સ્મરણ થયું. એટલે તેં તારા યૂથ સહિત ગંગાને તીરે, ચતુરંગસેના યુક્ત ભૂપતિ શત્રુવર્ગને ઉન્મૂલ કરે તેમ, વૃક્ષાદિને ઉન્મૂલન કર્યા. અને ત્યાં ચતુર્માસને વિષે મુનિ કરે છે તેમ તેં આત્માની રક્ષાને અર્થે ત્રણ અતિ વિસ્તારવાળા સ્થંડિલ બનાવ્યા. પછી ત્યાં ઉગેલા દરેક તરણાને તેં જિનકલ્પી મુનિ પજુસણ ઉપર પ્રત્યેક કેશને ટુંપી કાઢે છે તેમ, ઉખેડી નાંખ્યાં. તે ત્રણે સ્થંડિલને તેં હથેળી જેવાં, માણસના કેશ વિનાના મસ્તક જેવા અથવા કહો કે દર્પણભૂમિ જેવાં સ્વચ્છ અને સાફ કર્યા.
૧. મંડળ. મુનિ પણ ચોમાસામાં લઘુનીતિ, વડીનીતિ અને આહારને માટે ત્રણ સ્થંડિલ રાખે છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૪૫
Page #161
--------------------------------------------------------------------------
________________
એવામાં એકવાર પુનઃ દાવાનળ પ્રકટ્યો એટલે તું ભયભીત ભિલા જેમ પર્વત પર જતો રહે તેમ, તારા યુથને લઈને તું સ્પંડિલો પ્રત્યે દોડી ગયો. ત્યાં તો પહેલું સ્પંડિલ, વૈરભાવ ત્યજી દીધો છે જેમણે એવા મૃગાદિ પ્રાણીઓએ રોકી દીધું હતું; કારણ કે સમાન એવા દુઃખને વિષે શત્રુવટ જતી રહે છે અને મિત્રતા થાય છે. પછી તું આગળ ચાલ્યો તો બીજું સ્પંડિલ પણ એ જ પ્રમાણે રોકાયેલું હતું; કારણ કે ખપ પડે છે ત્યારે આપણી પોતાની વસ્તુ પણ મળતી નથી. એ બંને સ્પંડિલા એ પ્રમાણે રોકાઈ જવાથી તું તારા પરિવાર સહિત ત્રીજા સ્થંડિલને વિષે જઈને રહ્યો; અથવા તો આપણી પાસે સારી રીતે દ્રવ્યાદિ હોય તો થોડો ઘણો ઉપકાર કરવો જ. ત્યાં તેં ખરજ આવવાથી તારો એક પગ ઊંચો કર્યો તે જાણે ઊંચી ઊંચી ગતિ પ્રાપ્ત કરવાને તેં પ્રસ્થાન જ કર્યું હોય નહીં ! પણ એટલામાં બલવાન જાનવરોથી પ્રેરાયેલો એક ભયાતુર દીન સસલો ઓચિંતો એ તેં ઊંચા કરેલા પગને સ્થાને આવીને ઊભો રહ્યો. એટલે હે મેઘ ! તું એ સસલા પર દયાળુ હોઈને, ત્રેતાયુગને વિષે જેમ ધર્મ તેમ, ત્રણ પગે જ નિશ્ચળ ઊભો રહ્યો.
અહો ! જેને વિષે આવી ઉત્કૃષ્ટ દયા દષ્ટિગોચર થાય છે એવા તિર્યગભવને પણ ધન્ય છે ! એ (દયા)ની ઓળખાણ પણ જેમાં નથી એવા મનુષ્યભવે કરીને શું (લાભ છે) ? દયાની સંગાથે પરિચય છે. જેને વિષે એવો પશુજન્મ પણ ભલે પ્રાપ્ત થાઓ; પણ જેને વિષે એ દયા માણસને લેશપણ રૂચિકર થતી નથી એવો મનુષ્યભવ તો જોઈએ જ નહીં. તત્ત્વનું લક્ષણ તો કરૂણા જ છે એમ તિર્યંચો સુદ્ધાં સમજે છે, પણ કુતીર્થિઓ તો નાના પ્રકારના શાસ્ત્રના પારંગત છતાં પણ એ વાત જાણતા જ નથી. અથવા તો જેમનાં નેત્રો મિથ્યાત્વથી છવાયેલાં છે એવાઓ તો એક બાજુએ રહ્યા; પણ જેઓ જિન ભગવાન્ના અનુયાયી છે એમના ચિત્તને વિષયે કરૂણા નથી એજ અમને દુઃખ થાય છે. “સર્વ પ્રાણીની રક્ષા' ને પ્રતિપાદન કરનારું એવું જિનેશ્વરનું વચન જેઓ નિરંતર શ્રવણ કરે છે, ચર્ચે છે તથા સભાને વિષે સમજાવે છે એવા જૈનો પણ જ્યારે દયા ધારવાને વિષે શિથિલ થાય છે ત્યારે અમારે
૧૪૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #162
--------------------------------------------------------------------------
________________
બીજાને કોને કહેવું, અથવા અમારે કરવું પણ શું ? અમે તો એ સસલાને વિષે દયાર્દ ચિત્તવાળા એ મેરૂપ્રભ હસ્તિની હર્ષ સહિત સ્તુતિ કરીએ છીએ, પુનઃ પુનઃ સ્તવના કરીએ છીએ.
હે મેઘમુનિ ! એ દાવાનળ અઢી દિવસ પર્યન્ત રહીને શાંત પડ્યો; અથવા તો કાળે કરીને ઘાસ પણ પાકી જાય છે. દવ શમ્યો એટલે સિંહ પ્રમુખ પ્રાણીઓ, શત્રુનું સૈન્ય જતું રહ્યા પછી લોકો દુર્ગ(કિલ્લા) થકી નીકળે તેમ, સ્પંડિલ થકી બહાર નીકળ્યા. તે વખતે તું પણ તૃષાતુર હોઈને તેં અધ્ધર રાખેલો પગ, દુર્ગતિના મસ્તક ઉપર જ હોય નહીં એમ ભૂમિ પર મૂકીને જળપાન કરવાને દોડી જવાનું કરવા લાગ્યો,
ત્યાં તો ચિરકાળ પર્યન્ત પગ એ પ્રમાણે એક જ સ્થિતિમાં રહેવાથી, દેહ ખિન્ન થવાને લીધે તું ગિરિવરનું શિખર પડે તેમ પૃથ્વી ઉપર તૂટી પડ્યો. ત્યાં ગીધ અને કાક પ્રમુખ પક્ષીઓએ તારા જેવા તૃષાતુરની કદર્થના કરી તેથી જ, અહો ! એઓ નરકને વિષે પણ પંચકુળ થયાં. અને તેં અહંપણાને લીધે એ પ્રમાણે સસલા ઉપર કરૂણા કરીને વ્યથા સહન કરી તેથી તું વણિકજન રત્નનો સમુચ્ચય પામે તેમ નરભવ પામ્યો. તારું સર્વ સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી શ્રેણિકરાજાના પુત્રપણે ઉત્પન્ન થયો, કારણ કે દયા ખરેખર કામધેનુ જ છે. (શ્રી વીર પ્રભુ કહે છે) હે મેઘકુમાર ! તેં પશુના અવતારને વિષે એક સસલા જેવાને વિષે દયાળ થઈને એવી વેદના સહન કરી તો, હે વિવેકી ! આ વખતે ફક્ત સાધુઓનો સંઘટ્ટ થયો તેમાં કેમ મુંઝાયો ? આવા શીલધારી મુનિના ચરણ તો નિત્ય કોઈ ભાગ્યશાળીના જ શરીર પર પડે છે; કારણ કે અમૃતની વૃષ્ટિ કંઈ સર્વની ઉપર થતી નથી.
એ સર્વ સાંભળીને મેઘમુનિને તેનાં બંને પૂર્વભવનું સ્મરણ થયું; અથવા તો એ અનન્ત હોય તોપણ સ્વામિના પ્રસાદથી યાદ આવે જ છે. આમ પ્રભુએ તેનું દુન દૂર કરાવીને તેનામાં સંવેગ ઉત્પન્ન કર્યો; કારણ કે વૈદ્ય પણ શોષનો નિગ્રહ કરીને અમૃતમયકળા નથી ઉત્પન્ન કરતો શું ? (પછી) એણે ચિત્તને વિષે આદ્રતા કરીને જાણે કાયાને વિષે પણ એ આદ્રતા કરવાની ઈચ્છા રાખતો હોય એમ, હર્ષાશ્રુ સહિત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૪૭
Page #163
--------------------------------------------------------------------------
________________
પ્રભુની પ્રદક્ષિણા કરી. વારંવાર પ્રભુને નમસ્કાર કરીને તેણે “મિથ્યાદુકૃત' દીધું; કારણ કે વિરૂપકાર્ય થઈ ગયે છતે મહાત્મા પુરુષોને અત્યંત પશ્ચાત્તાપ થાય છે. પછી એણે પ્રભુને વિજ્ઞાપના કરી કે “હે વિશ્વસ્વામિન ! હવેથી હું આ મારાં બે નેત્રો સિવાય શેષ અંગ મુનિઓને આપી દઉં છું. એ અંગનો, સેવકજનનો જેમ સ્વામી ઉપયોગ કરે છે તેમ, આ સર્વ મહાત્મા સાધુઓ યથારૂચિ ઉપયોગ કરો.” પછી એણે પોતાનો આ અભિગ્રહ માવજીવ ખગની ધારાની પેઠે પાળ્યો.
ત્યાર પછી એ નિરંતર ભગવંતની સાથે પૃથ્વીતળ પર વિહાર કરવા લાગ્યો; કારણ કે કલ્પવૃક્ષ સેવવાનું મળે છતે કયો માણસ દૂર જાય છે ? એણે એકાદશ અંગ સર્વ શ્રવણ કર્યા; અને ગુરુ સમક્ષ તેનો પાઠ કરવા લાગ્યો; કારણ કે તેમના ઉપદેશ વિના મૂળાક્ષરનો પણ બોધ થતો નથી. જીવરક્ષાને વિષે તત્પર રહીને એણે નિરંતર વિવિધ તપશ્ચર્યા કરી; કારણ કે એ (જીવરક્ષા) વિના કરેલો તપ, અંધપુરુષને જેવું રજુ લાગે છે તેમ, થાય છે. એક સંવત્સર ઉપરાંત પર્યન્ત એણે સવિશેષ તપશ્ચર્યા કરી-ચંદ્રમાની જેટલી કળાઓ છે તેટલા અર્થાત સોળ. માસ પર્યન્ત. પહેલા માસને વિષે એણે અકેક દિવસને આંતરે ઉપવાસ કર્યા; તથા દિવસે ઉત્સુક આસને અને રાત્રિએ વીરાસને રહેવા માંડ્યું. બીજા માસને વિષે બેબે ઉપવાસ અને ત્રીજાને વિષે ત્રણ ત્રણ-એમ સોળમા માસને વિષે સોળ ઉપવાસ સુધી વધાર્યા; અને પ્રથમ માસને વિષે જે પ્રમાણે બેવડું આસન ધારણ કર્યું હતું તેજ પ્રમાણે સર્વે માસને વિષે પણ નિરંતર પ્રતિપાદન કર્યું. એમ ચારસોને એશી દિવસ પર્યન્ત એણે ઉગ્ર તપ કર્યો; કારણ કે સત્વવંત પ્રાણીઓને કંઈ દુષ્કર નથી.
પછી એણે દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરી; કારણ કે જેમ વણના સંબંધમાં બને છે તેમ, અહીં પણ અંતઃશુદ્ધિ વિના બાહ્ય શુદ્ધિ થતી નથી. તેમાં શરીરની, અસ્થિ અને ચર્મને વિષે અવશેષતા-એ પહેલી દ્રવ્ય સંલેખના; તથા વિષયાદિને ઓછા કરવા એ બીજી ભાવસંલેખના સમજવી. એ સર્વ કરી રહ્યા પછી એ મેઘમુનિએ અનશન ગ્રહણ કરવાને ઈચ્છાતુર થઈ હર્ષ સહિત શ્રી જિનપતિને નમસ્કાર કરી અંજલિ જોડી
૧૪૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #164
--------------------------------------------------------------------------
________________
એમની આજ્ઞા માગી કે “હે સ્વામિ ! આપની આજ્ઞા હોય તો મારી અનશન કરવાની ઈચ્છા વર્તે છે. ગુરુઓની સર્વ કાર્યોને વિષે આજ્ઞા માગવી પડે છે તો આવા કાર્યને વિષે માગવી પડે તેમાં તો શું કહેવું ? ભગવાને કહ્યું-હે મેઘમુનિ ! તમારું ઈચ્છિત પૂર્ણ કરીને તમારા ધર્મરૂપી પ્રાસાદની ઉપર ધ્વજા ચઢાવો.
પછી મેઘમુનિએ પણ પ્રભુને નમસ્કાર કરીને તથા ચતુર્વિધસંઘની આદર સહિત ક્ષમા માગીને રાજગૃહનગરની પાસે આવેલા વિપુલગિરિની ઉપર આરોહણ કર્યું, તે જાણે દેવગતિએ જવાને અર્થે પહેલું પ્રયાણ કર્યું હોય નહીં ! આરોહણ કરીને એઓ શિલાપટ્ટ પર પ્રતિલેખના (શુદ્ધિ) કરી અનશન કરી રહ્યા; કારણ કે મહાત્માઓની આરંભની કે અંતની, સર્વ ક્રિયાઓ શુદ્ધ હોય છે. જાતે જ ઉત્સાહવંત એવા એ મુનિએ પ્રભુના વચનને અનુસરીને સિંહની પેઠે–અને સાથે વળી કવચધારીની પેઠે અનશન પાળ્યું-અને આયુષ્ય પૂર્ણ કર્યું. પછી ત્યાંથી તે વિજય નામના વિમાનને વિષે દેવતાપણે ઉત્પન્ન થયા; કારણ કે એવા પુરુષોની ગતિ શુભ જ હોય છે. ત્યાંના બાર વર્ષના વ્રતપર્યાય પછી ત્યાંથી ચ્યવીને વિદેહને વિષે આવી કર્મરહિત થઈ એ મુક્તિ પામશે.
શ્રાવકશિરોમણિ અભયકુમાર નિત્ય બ્રાહ્મ મુહૂર્તને વિષે પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતો જાગી ઉઠતો-“ત્રણ જગતના જ્ઞાનવાળા તથા સુર-અસુર અને મનુષ્યો એ પૂજ્ય એવા શ્રી મહાવીરપ્રભુ મારા દેવ અને ગુરુ હો. સર્વ રત્નોને વિષે જેમ ચિંતારત્ન તેમ સર્વ કુળોને વિષે શ્રેષ્ઠ એવા શ્રાવકકુળને વિષે હું ઉત્પન્ન થયો છું. અને મેં સમ્યકત્વમૂળ બારવ્રત અંગીકાર કરેલા છે.” એ પ્રમાણે તે નિત્ય જાગીને ધ્યાન કરતો હતો.
પછી તે ગૃહચત્યને વિષે પ્રતિમાઓનું વંદન-પૂજન કરતો હતો; અને તેમની જ સમક્ષ યથાવિધિ પ્રત્યાખ્યાન કરતો. પછી પ્રભાતે શ્વેતા વસ્ત્રો પહેરીને પરિવાર સહિત ત્રણવાર નિસ્ટિહિ કહીને જિનમંદિરને વિષે જતો. ત્યાં ત્રણ પ્રદક્ષિણા દઈ ત્રણ વખત ભૂમિ પર મસ્તકથી સ્પર્શ કરીને જિનેશ્વરની પ્રતિમાને વંદન કરતો; અને મુખકોશ બાંધી ગર્ભદ્વારને વિષે પ્રવેશ કરીને સુગંધી પુષ્પો વડે સર્વ બિંબોની ભક્તિસંહિતા
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૪૯
Page #165
--------------------------------------------------------------------------
________________
પૂજા કરતો; અને તેની આગળ બહુ પ્રકારના નૈવેદ્ય ધરતો. પછી નવ હાથ સુધી ભૂમિને તપાસી તથા ત્રણવાર પ્રમાર્જિને, અન્ય ત્રણે દિશાઓ તરફથી દૃષ્ટિ સંહરી લઈ તેને જિનેશ્વરના મુખ ભણી જ રાખીને, પ્રમાર્જેલી ભૂમિને વિષે બેસીને તે દેવવંદન કરતો.
ઈર્યાપથિકી પ્રતિક્રમી નમસ્કાર ઉચ્ચરીને તે ઉત્તમ યોગમુદ્રાએ શક્રસ્તવ કહેતો. (બંને હાથની આંગળીઓને એક બીજાની વચ્ચે નાખી કોશાકાર કરી બંને કોણીને કુક્ષિને વિષે રાખવાથી યોગમુદ્રા થાય છે.) પછી જિનમુદ્રાથી અરિહંતના સ્થાપના સ્તવનથી આરંભીને સિદ્ધસ્તવન પર્યન્ત સ્તુતિગર્ભ દંડકોને વિચારીને; તથા મુક્તાશુક્તિ મુદ્રાથી, અસાધારણ ગુણોને લીધે ઉદાત્ત અને સંવેગસૂચક એવા સૂત્રો વડે તેમની સ્તવના કરી; મન-વચન-કાયાની ગુપ્તિથી ગુપ્ત એવો એ અભયકુમાર, વર્ણાર્થપ્રતિમાત્રિક તથા છદ્મસ્થ-સમવસરણસ્થ અને મુક્તિસ્થ એવી જિનેશ્વરની ત્રણ દશાઓને ભાવતો નિરંતર વિધિસહિત દેવવંદન કરતો.
પછી પરિવાર સહિત ગુરુને નમન કરવા જતો. ત્યાં ગુરુને એકસોને બાણું સ્થાનોએ શુદ્ધ એવું દ્વાદશાવર્ત વંદન કરીને તે પુનઃ પ્રત્યાખ્યાન કરતો. પછી શેષ મુનિઓને પણ તે મોટા-નાનાને અનુક્રમે નમસ્કાર કરતો; અને પ્રત્યેકને શરીર તથા સંયમની નિરાબાધતા પૂછતો; પછી અંજલિ જોડીને ગુરુના મુખ થકી વ્યાખ્યાન સાંભળતો; અને તે પૂરું થયે ઊભો થઈ ગુરુને વાંદીને પોતાને સ્થાને જતો. ત્યાં જઈ રાજ્યકાર્યો કરીને માયારહિત ભક્તિ વડે પૂજા કરતો. પછી પોતાના પરિવારની ખબર અંતર પૂછી વિશુદ્ધ અન્નપાનથી મુનિઓને પ્રતિલાભી દુર્બળ શ્રાવકોને તથા દીન-અનાથાદિને જમાડતો. છેવટે મેઘની પેઠે લોકોને અર્થ આપીને સંતોષ પમાડી પોતાનું પ્રત્યાખ્યાન સંભારીને, પોતે સાત્મ્યભાવથી ભોજન ગ્રહણ કરતો. પુનઃ પણ સુનીતિ સહિત રાજ્યકાર્યોનો વિચાર કરીને દિવસેને આઠમે ભાગે (એક પ્રહર દિવસ છતે) તે સાંજનું ભોજન લેતો. પછી સંધ્યા સમયે જિનબિંબની બહુમાન સહિત અર્ચા કરીને, પ્રતિક્રમણ કરી સ્વાધ્યાય કરતો. શક્તિને અનુસાર અબ્રહ્મનો ત્યાગ કરતો. અને દેવ-ગુરુ તથા પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરીને નિત્યને સમયે નિદ્રા લેતો.
૧૫૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #166
--------------------------------------------------------------------------
________________
જ્યારે નિદ્રામાંથી જાગી જતો ત્યારે બ્રહ્મચારી મુનિઓને વિષે પરમ હર્ષ ધારણ કરતો આ પ્રમાણે ચિંતવન કરતો-સ્ત્રીઓના કૃષ્ણ એવા કેશ-મજ્જા-ધાતુ અને મળને વિષે, મૂઢ લોકો કેવી રીતે વૈદ્ગમણિના કિરણોની શોભાની કલ્પના કરતા હશે ? હા ! દિમૂઢ જનો પશ્ચિમ દિશાને જેમ પૂર્વદિશા માને છે તેમ વિપર્યસ્ત બુદ્ધિના રાગાંધ મનુષ્યો પ્રીતિને લીધે, સ્ત્રીના કર્ણ-ગંડસ્થળ-ઓષ્ટ-દષ્ટિ-નાસામુખ-દન્ત આદિને અનુક્રમે ઍખા-આદર્શ-પ્રવાળા-કમળ-સુવર્ણયષ્ટી-ચંદ્રમા-કુન્દ પુષ્પની કળીઓ માને છે. વળી હર્ષથી ગૌરાંગી સ્ત્રીઓનાં સ્તનયુગળ જોઈને મોહને લીધે તેમને સુવર્ણના કુંભ માને છે પણ માંસના લોચા નથી માનતા. એજ પ્રમાણે એ વિવેકશુન્ય જનો સ્ત્રીઓના શેષ અંગોને વિષે પણ. પોતાને ગમે એવું આરોપણ કરે છે એ શું ? વળી અસ્થિર પ્રેમને વિષે વિહવળ એવા એ મૂઢ લોકો સ્ત્રીએ પોતાના મુખ થકી આપેલું લાળયુક્ત ઉચ્છિષ્ટ તામ્બુલને પણ અમૃત સમાન ગણે છે. એટલું જ નહીં પણ સ્ત્રી જો નિર્દયપણે મસ્તક પર પ્રહાર કરે છે તો એ લોકો, કંકેલિવૃક્ષ જેમ પુષ્પોને ધારણ કરે તેમ હર્ષના રોમાંચને ધારણ કરે છે.
માટે જેઓ બાળપણાથી આરંભીને ચાવજીવ બ્રહ્મચર્ય પાળે છે તેમને ધન્ય છે ! કારણ કે પાથી સુવાસિત એવી સ્વર્ગની વાપી (વાવ) ઉત્તમ નથી શું ? ન્યાસથી (ભોગવ્યા વિના જ આપી દઈને-પડતા મૂકીને) અથવા ભોગવ્યા પછી પણ જે સજ્જનો વિષયો ત્યજી દે છે તેમને ધન્ય છે ! વધારે શું કહેવું ? જે માણસ ગમે તે રીતે, ગમે તે અવસ્થાને વિષે, ગમે તે સ્થળે અને ગમે તે સમયે કામનો પરાજય કરે છે તે વિજયી થાઓ; તેની અમે સ્તુતિ કરીએ છીએ; તેજ સકળ પૃથિવીના શૃંગારભૂત થાઓ; તેને નમસ્કાર થાઓ; તેના થકી જ કીર્તિ પ્રસરે છે, ગુણી જ તે છે અને સર્વ શુભ પણ તેને વિષે જ છે.
એવું કયું ઉત્તમ વર્ષ થશે-એવો કયો માસ થશે એવો કયો પક્ષ થશે-એવી કઈ તિથિ થશે-અને એવું કયું મુહૂર્ત કે ક્ષણ થશે-કે જેને વિષે હું મેઘકુમારની પેઠે સર્વસંગ પરિહરીને શ્રી મહાવીરપ્રભુના ચરણ. સમીપે દીક્ષા અંગીકાર કરીશ ? ક્યારે હું નિરંતર ભગવાનના અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૫૧
Page #167
--------------------------------------------------------------------------
________________
ચરણકમળની સેવા કરતો છતો, સૂર્યની સંગાથે બુધ ગ્રહની જેમ તેમની સંગાથે વિહાર કરીશ ? એ પ્રમાણે ચિંતવન કરતો પુનઃ નિદ્રા લઈ વખત થયે તેનો ત્યાગ કરી, ઊઠીને પૂર્વ પ્રમાણે પ્રવૃત્તિ કરતો. કારણ કે વિચક્ષણ પુરુષ કદાપિ વૃથા ભમતો ફરે ખરો ?
આ પ્રમાણે અભયકુમાર નિત્ય હર્ષસહિત અનુષ્ઠાન કરતો; કારણ કે દિવસપતિ સૂર્ય શું કદિ પણ ઉદય પામ્યા વગર રહે છે ? વળી તે, રોગીના દેહને ઉત્તમ ઔષધિથી વૈદ્ય શુદ્ધ કરે છે તેમ, પોતાના આત્માને યથાયોગ્ય રીતે ધર્મકાર્ય કરીને શુદ્ધ કરતો; પોતાની પટ્ટરાણીસુસેનાંગજા સાથે પ્રમોદ સહિત નાના પ્રકારના વિનોદ પણ કરતો. એમ ઉત્સાહ-મંત્ર-અને પ્રભુશક્તિની પેઠે પરસ્પર શત્રુભાવરહિત એવા ધર્મઅર્થ-અને કામને યોગ્ય સમયે પ્રયોજીને બુદ્ધિશાળી અભયકુમાર અત્યંત વિરાજવા લાગ્યો.
૧૫૨
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો ત્રીજો સર્ગ સમાપ્ત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #168
--------------------------------------------------------------------------
________________
| સર્ગ ચોથો | | પિતાના આદેશથી સદા લીલામાત્ર વડે નીતિપૂર્વક રાજ્યલક્ષ્મીનું ચિંતવન કરતા ધીમંતશિરોમણિ નંદાપુત્ર-અભયકુમારની સેવા કરવાને જ હોય નહીં એમ શિશિરઋતુ બેઠી. તે વખતે ઉત્તરદિશાના પવનને પ્રાપ્ત કરીને શીત સર્વતઃ વિસ્તાર પામવા લાગી-એમાં લેશમાત્ર આશ્ચર્ય નહોતું કારણ કે વિભુના ઘરના વાયુથી લોકને વિષે કોણ વિસ્તાર પામતું નથી. વળી અત્યંત જડતાવાળા એવા એ કાળને વિષે રાત્રિ પણ વૃદ્ધિ પામવા લાગી; અથવા તો પરસ્પર મૈત્રીભાવ ધારણ કરનારા એવા એ બેમાંથી એક વૃદ્ધિ પામ્યો એટલે અન્ય પણ વૃદ્ધિ પામે છે. તથા દિવસો જાણે “આપણો પતિ-સૂર્ય, સહસકરવાળો છતાં પણ જડતાને લીધે શું નિસ્તેજ થઈ ગયો” એમ જાણીને નિશ્ચયે, અત્યંત વિષાદને આધીન થઈને જ હોય નહીં એમ કૃશ (ટૂંકા) થવા લાગ્યા.
ઠંડી તો એટલી કડકડતી પડવા લાગી કે સર્વત્ર તળાવડીઓનાં જળ પણ ઠરી ગયાં; તો ભાજનને વિષે રહેલાં છૂતની તો વાત જ શી ? હિમના સમૂહોએ લક્ષ્મીના નિવાસભૂત એવા કમળપુષ્પોનો ક્રીડામાત્રમાં સંહાર કરી નાંખ્યો; અથવા તો ગુણોનો એકજ ભાજન એવો મનુષ્ય પણ જડની સાથે મળીને શું શું ઉપસર્ગ નથી કરતો ? તે વખતે દક્ષિણ દિશાનો શીતવાયુ પણ સૂર્યોદય સમયે ધાન્યના સમૂહ-તૃણ અને વૃક્ષોની શાખાઓને બાળી નાંખવા લાગ્યો અને પ્રાણીઓના અંગ પણ કંપાવવા. લાગ્યો; અહો ! દિવસ પામીને (ઉદય-ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરીને) કોઈ વિરલ જ માનવજનને હિતકર્તા થાય છે. (પણ) ધનવાન લોકો તો ચંપક પ્રમુખના તેલના અત્યંગ કરી તથા કેસર આદિના વિલેપન કરીને સગડી પાસે બેસી સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યા.
અત્યંત શીતથી પીડાતા દરિદ્રી માણસોનાં બાળકો નિરંતર ભોજન કે વસ્ત્ર વિનાનાં હોઈને અંગોપાંગ સંકોચાઈ જવાને લીધે, જાણે ચતુર
૧. પાત્ર, વાસણ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૫૩
Page #169
--------------------------------------------------------------------------
________________
ગવૈયા જ હોય નહીં એમ દંતવીણા વગાડવા લાગ્યા. માર્ગને વિષે શીતથી પીડાતા પાંચજનો પણ સ્ત્રીના પરિરંભથી થતા શીતાપનોદને સંભારીને જ જાણે, દયને વિષે રહેલી એવી એ સ્ત્રીનો પરિરંભ કરવાને ઈચ્છતા હોય નહીં એમ તે (હૃદય) ને ભુજા વડે દાબવા (ભીડવા) લાગ્યા.
તાપનો ઉત્પાદક સૂર્ય છે; તથા જળનો ઉત્પાદક મેઘ છે-એમ ભુવનને વિષે સર્વ વસ્તુનું કંઈને કંઈ ઉત્પાદક કારણ હોય છે, પણ આ શીતનું તો કાંઈ જ કારણ જણાતું નથી, તો શું એને માતા કે પિતા કોઈ નહીં હોય ? લોકો પણ પરસ્પર કહેવા લાગ્યા કે આ દુષ્ટ ઋતુથી કદર્થના પામતા એવા અમે અમારાં કામકાજ પણ કરી શકતા નથી, માટે હવે એ આપણું દુઃખ લઈને ક્યારે જશે ? દિશાઓ પણ સર્વે “અહો ! અમારા વૈભવ છતાં પણ આ શીત કોઈ એવે પ્રકારે જનોને નિરંતર દુઃખ દે છે કે અમે તેમનું રક્ષણ કરી શકતી નથી” એવા ખેદથી જ જાણે પ્રભાતે પ્રભાતે ગ્લાનિ પામવા લાગી. ચંદન-કપૂરચંદ્રજ્યોત્સના-મૃણાલ અને મુક્તાફળના હાર એ સર્વને વિષેથી સૌભાગ્ય નીકળીને કેસર-અગ્નિ અને સૂર્યની પ્રભાને વિષે આવ્યું; કારણ કે પોતાનો સમય આવે ત્યારે બધા કિંમતી લાગે છે. પ્રિયંગુલતાથી સમન્વિત એવા સિંદુવાર વૃક્ષોને તથા કુંદલતાએ સંયુક્ત એવા રોઘ તરૂવરોને, બરાબર પોતાને વખતે આવેલા બળવાન વાયુને લીધે પુષ્પો આવ્યાં; કારણ કે વિભુ એવા વાયુથી કોનું પોષણ નથી થતું? ઉષ્ણતાને તો સમયજ્ઞ એવા પ્રજાપતિએ ઊંડા કુવાને વિષે, મોટા વડની છાયાને વિષે અને સ્ત્રીઓના સુંદર ગોળ સ્તનયુગલને વિષે રાખી-તે જાણે બીજના હેતુને અર્થે હોય નહીં! (ઉષ્ણતા પુનઃ ઉનાળામાં જોઈએ ત્યારે ક્યાંથી લાવવી. માટે ધાન્યને માટે બીજ રાખી મૂકે છે તેમ ત્યાં બી તરીકે રાખી મૂકી).
તે સમયે, જેમના ચિત્તનો પ્રતાપ હેમાચળને પણ આંદોલન કરવાને સમર્થ છે તથા પૃથ્વીપતિ રાજાઓ અને સ્વર્ગપતિ ઈન્દ્ર સુદ્ધાં જેમના ચરણની સ્તુતિ કરે છે, એવા શ્રી વીરજિનેશ્વર ગૌતમસ્વામી પ્રમુખ સંપદા સહિત ત્યાં આવીને સમવસર્યા. એટલે પોતાના સૈન્યના ચાલવાથી ઊડતી રજથી પ્રભાપતિ-સૂર્યને આચ્છાદિત કરતો શ્રેણિક નરેશ્વર તેમને વંદના
૧૫૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #170
--------------------------------------------------------------------------
________________
કરવા ગયો; કારણ કે જેમની સુરપતિ પણ ઉપાસના કરે છે એવા પ્રભુને વાંદવા જવાને કોણ ઉતાવળું નથી થતું?
જિનરાજને નમસ્કાર કરી દેશના સાંભળી ભૂપતિ સંધ્યા સમયે જેવો નગરભણી પાછો ફરતો હતો તેવામાં સરોવરના સમીપ ભાગમાં નાસિકાના અગ્રભાગને વિષે દષ્ટિને સ્થિત કરી શીતોપસર્ગ સહન કરવાની ઈચ્છાથી બે પ્રકારે કાયોત્સર્ગ કરતા મૂર્તિમાન સદ્ધર્મના સમૂહ હોય નહીં એવા એક અલ્પ વસ્ત્રવાળા મુનિ તેની દષ્ટિએ પડ્યા. એટલે એમના સદગુણોની પ્રશંસા કરી વાહન થકી નીચે ઊતરી, રતિ સહવર્તમાન વિજયશાલી કામદેવ હોય નહીં એવા વિશ્વપતિએ ચેલ્લણારાણી સહિત અતિ હર્ષ વડે મુનિને વંદના કરી. પછી ચિત્તને વિષે સંતોષ પામી પુનઃ વાહનમાં બેસી સાધુની સ્તુતિથી કર્મ ખપાવતાં તેણે, જીવ કર્મપ્રકૃતિ સહિત પુરને વિષે પ્રવેશ કરે તેમ રાણી સહિત નગરને વિષે પ્રવેશ કર્યો.
ત્યાર પછી મહાન્ સામંતો આદિને રજા આપી આદરસહિત સાયંતન કૃત્ય સમાપ્ત કરી કર્પર-અગુરુ-ધુપ આદિથી વાસિત એવા વાસગૃહને વિષે પ્રવેશ કર્યો. ત્યાં એ નરેશ્વરે પયોનિધિ-સમુદ્રને વિષે શેષનાગની પીઠ પર શ્રી કૃષ્ણ વાસુદેવ લક્ષ્મીની સંગાથે શયન કરે છે તેમ ચેલ્લારાણીની સાથે એક જ સુકોમળ પલંગ પર સ્નેહપૂર્વક શયન કર્યું.
નિદ્રાવશ થયા પછી તેમનું ગાઢ આલિંગન છૂટી ગયું (કારણ કે એ (નિદ્રા) સર્વ પુરુષાર્થનો ઘાત કરનારી છે); રાણીનો હાથ જાણે શીતની પરીક્ષા કરવાને જ હોય નહીં એમ પ્રચ્છદપટમાંથી બહાર નીકળી ગયો. “આપ્તજનની પેઠે મારે આ ચેટકરાજાની પુત્રીના સૌંદર્યવાન અંગોનો કોઈકાળે ક્યાંય પણ સમાગમ થયો નથી, તો આ. વખતે આ હાથ દેખાય છે તે કેવોક છે” એમ વિચારીને જ જાણે રાણીના એ બહાર રહેલા હાથને વિષે સર્વત્ર શીત વ્યાપી ગઈ. એટલે એ
૧. (૧) દ્રવ્યથી, શરીરનો, (૨) ભાવથી, ચાર કષાયનો, ત્યાગ કરતા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૫૫
Page #171
--------------------------------------------------------------------------
________________
ભણવામાં હો એ બોલી ઉઠી
વેદનાને લીધે ચેલ્લણા જાગી ઊઠી; કારણ કે જડતા સર્વ દશાને વિષે સુખકર્તા નથી.
એટલે લતા પોતાના ફળને જ જેમ, તેમ એણે સીત્કાર કરીને હાથને પ્રચ્છદપટને વિષે લઈ લીધો; અને દિવસે જોયેલા મુનિનું સ્મરણ થઈ આવવાથી એ બોલી ઊઠી-હા ! એનું શું થયું હશે ?” પણ પુનઃ ક્ષણવારમાં ધ્વજાની અઝયષ્ટીના સમાન સરલ આશયવાળી એ નિદ્રાવશ થઈ ગઈ. તે જ ક્ષણે રાજા જાગી ગયો; કારણ કે મહંત પુરુષોને નિદ્રા સદા સ્વલ્પ હોય છે. જાગી જવાથી રાણીના શબ્દો એને કાને પડ્યા; અને તેથી એ ક્રોધે ભરાયો; કારણ કે પ્રિયાને વિષે અત્યંત આસક્ત હોય છે એઓ પણ ઈર્ષ્યાળુ ભાવથી રહિત હોતા નથી. રાજાએ વિચાર કર્યો કે કમલિનીના કમળદંડને વિષે ભ્રમર વાસ કરે છે તેમ એના દયને વિષે કોઈ મલીમસ જને વાસ કર્યો છે, તેથી “તેને શીતથી પીડા થતી હશે” એમ એ શોક કરે છે; કારણ કે ચેતન, હૃદયને વિષે હોય છે તેજ બોલી નાંખે છે. માટે નિશ્ચયે સ્ત્રીઓ, દુર્જનની ચિત્તવૃત્તિની પેઠે, દ્રવ્ય આપવાથી, માન દેવાથી, સુંદર નયનવડે સમજાવવાથી, લાભા દેખાડવાથી, લોભમાં નાંખવાથી, બહુ ભય બતાવવાથી, કામથી, ભોગથી, અમૃતમય વાણીથી, વિશાળ કળાચાતુરીથી કે સૌંદર્ય-ગાંભીર્ય-સુરૂપસૂરતા-સૌભાગ્ય-દાક્ષિણ્ય-સુધૈર્ય-ચવન આદિથી પણ નિરંતર અગ્રાહ્ય છે. શાકિની-વૃશ્ચિક-સર્પ-યોગિની-વેતાલ-ભૂત-ગૃહયક્ષ અને રાક્ષસ પ્રમુખને વશ કરવાને ઔષધિ-મંત્ર આદિ તંત્ર યન્ત્ર વિદ્યમાન છે; પણ નારીજનને વશ કરવાનો તો કોઈ ઉપાય જ નથી.
આમ એ સતી સ્ત્રીના સતીત્વને ઊલટું પ્રકલ્પીને ભૂપતિએ જે તેણી કલંકિત હોવાની શંકા કરી તે હા ! પેટ ચોળીને શૂળ ઉત્પન્ન કર્યા જેવું ક્યાંથી થયું ? કુત્સિત વાદીની પેઠે દુષ્ટ વિકલ્પો કરી કરીને અને સત્કવિની પેઠે જાગતા પડી રહીને એણે આખી રાત્રિ દુઃખમાં જ નિર્ગમન કરી; કારણ કે ક્રોધથી દોષિત ચિત્તવાળાઓને નિદ્રા ક્યાંથી હોય ? પછી પ્રભાત થયે પ્રચંડ પ્રતાપવાળા મહીપતિએ નંદાપુત્ર અભયકુમારને આદેશ કર્યો કે-અંતઃપુર કલંકિત છે માટે એને ભસ્મ કરી નાખો,
૧૫૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #172
--------------------------------------------------------------------------
________________
વેદના વચનની પેઠે મારા વચનને વિષે લેશમાત્ર શંકા ન લાવવી. એમ કહીને એ નદીના વેગ કરતાં ઉતરતી ત્વરાથી શ્રી જિન પતિને વંદન કરવા ગયો, તે જાણે આચાર અને વિચારને વિષે દુરાગ્રહી એવો એ પાછળ શું થાય છે એ કંઈ જાણે નહીં એટલા જ માટે હોય નહીં !
જેને કોઈનો ભય નથી એવો અભય પણ પિતાથી ભય પામ્યો, અને એક સુદના દયથી વિચારવા લાગ્યો-આ કાર્ય વિચારવા યોગ્ય છે છતાં પૂજ્યપિતાએ મને વગર વિચાર્યું કેમ આદેશ કર્યો ? કારણ કે દુધમાં પણ કદાપિ પૂરા હોય, શંખને વિષે પણ કદાપિ કૃષ્ણ લાંછન હોય, અમૃતને વિષે પણ કદાપિ વિષ હોય, પણ જનનીને વિષે કદિ પણ કલંક હોય નહીં, માટે મારે જનનીનું રક્ષણ કરવું યુક્ત જ છે. પણ વળી પૂજ્યપિતાની આજ્ઞા જુદી છે. આહા ! મારે “એક બાજુએ સિંહ અને બીજી બાજુએ નદી” જેવું થયું છે, માટે હવે શું કરવું? એમને સમુદ્રના કલ્લોલ જેવો આરંભમાં અતિ દુર્ઘર એવો ક્રોધ ઉત્પન્ન થયો છે માટે આવે વખતે કંઈ બહાનું બતાવી એવું કરું કે એમનો એ ક્રોધ સ્વચ્છેદિ માણસના હાથમાંથી દાસીજન નાસી જાય તેમ ભ્રંશ પામે (છૂટો પડે, નાશ પામે, શાન્ત થાય.) એમ વિચાર કરીને એ વિચક્ષણ મંત્રીશ્વરે અંત:પુરના સમીપ ભાગે રહેલી પુરાતન ઝુંપડીઓને સળગાવી દીધી, અને વાત એમ ફેલાવી કે અંતઃપુરને વિષે આગ લાગી છે; (ખરે) સપુરુષોના કાર્ય સુંદર પરિણામવાળા હોય છે.
અહીં સમવસરણને વિષે જઈને શ્રેણિકરાજાએ પ્રભુને પૂછ્યું-હે જિનેશ્વર ! ચલ્લણા પતિવ્રતા છે કે અપતિવ્રતા ?” પણ, અહો ! આ એનો પ્રશ્ન મુંડન કરાવ્યા પછી નક્ષત્ર પૂછવા જેવો હતો. પ્રભુએ કહ્યુંએ પતિવ્રતા સ્ત્રી છે; એના વિષે વિરુદ્ધ શંકા ન લાવ. એ તો સીતા અને સુંદરીની પેઠે સર્વ સતીને વિષે શિરોમણિ છે. એ સાંભળીને તો એને એના અવિચારીપણે કરેલા કાર્યનો અતિશય પશ્ચાતાપ થયો તેથી ઊભો થઈ પ્રભુના ચરણ કમળને નમસ્કાર કરી, ધનુષ્યથી છુટેલાં બાણની જેમ, અતિવેગથી દોડતો આવ્યો; અને સામા આવતા અભયકુમારને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૫૭
Page #173
--------------------------------------------------------------------------
________________
પૂછવા લાગ્યો-હા ! મારા આદેશ પ્રમાણે તું બધું કરી ચૂક્યો કે? એણે પણ ઉત્તર આપ્યો કે રામનો આદેશ લક્ષ્મણની શોભા રૂપ હતો તેમ આપનો આદેશ મારી શોભા રૂપ છે. હે પિતા ! મેં તેજ વખતે તે બજાવ્યો છે; આ સેવકે કદિ પણ એ (આદેશ) અન્યથા કર્યો છે ?” તે સાંભળીને, તનને વિષે કફયુક્ત વાયુ વ્યાપે તેમ રાજાના શરીરને વિષે શોક અને કોપ બંને વ્યાપી ગયા; અને એ કહેવા લાગ્યોહે દુષ્ટ ! તેં શુદ્ધ શીલવ્રત પાળનારી તારી પતિવ્રતા માતાઓને બાળી નાંખી ? તેં એમ ધાર્યું હશે કે, હું લંકાને વિષે વિભીષણ એકલો રાજ્ય કરતો હતો તેમ, આ નગરને વિષે એકલો રાજ્ય કરીશ ! તું જ જીવતો રહ્યા કરતાં એ અગ્નિને વિષે કેમ ન પડ્યો, તને શું મંદિરને વિષે પધરાવીને પૂજવો છે ?” આ પ્રમાણે નરેશ્વર અભયકુમારને ક્રોધયુક્ત વચનો કહેવા લાગ્યો; અથવા તો રાજાઓ રસનેન્દ્રિય-જીવ્હાને યથા રૂચિ હલાવે છે.
પિતાના એવા કોપના શબ્દો સાંભળીને અભયકુમાર હાથ જોડીને બોલ્યો-હે તાત ! અરિહંત પ્રભુનાં વચન જેણે સાંભળ્યા છે એવા મારા જેવાને બાળની પેઠે બાળમૃત્યુ યોગ્ય છે ખરું ? હું તો સમયે (વખત આવ્ય) જિન ભગવંત પાસે દીક્ષા લેવાનો છું. જો પૂજ્ય પિતાએ પ્રથમ એવી આજ્ઞા કરી હોત તો હું જ્વળતી એવી અગ્નિને વિષે પડ્યો હોત. પણ પોતાની મેળે એમ પડીને બળી મરવાથી તો ધર્મ કે કીર્તિ એ. બેમાંનું એક પ્રાપ્ત થતું નથી. ત્યારે નૃપતિએ પુનઃ કહ્યું-અહો ! મેં ભૂલ કરી ત્યારે તેં પણ કેમ ભૂલ કરી ? અરે એક મૂર્ખ માણસ કુવામાં પડે તો શું બીજાઓ પણ પડે છે કે ? ભારવાહક જેવો તું પણ હવે એમનું મુખ ક્યાં જોવાનો છે ! તું તારી જ માતાઓનો પ્રાણહારક ક્યાંથી થયો ? દિવ્યને વિષે પંચમ લોકપાળ સાક્ષીભૂત રહે છે તેમ તું આવાં કાર્યોને વિષે સાક્ષી માત્ર ક્યાંથી રહ્યો ? શું તને પણ મતિ ન સૂઝી ?” આમ બોલતાં બોલતાં મુર્છા આવવાથી નરેશ્વર ક્ષણવારમાં, પ્રતિસ્પર્ધ્વ હસ્તિથી ભેદાતાં અંગવાળા ગજરાજની પેઠે ધરણી ઉપર ઢળી પડ્યો. તે વખતે “આહા જાણે એ સર્વ મેં પરમાર્થતઃ (સત્યપણે) કર્યું
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૫૮
Page #174
--------------------------------------------------------------------------
________________
હોય નહીં એમ તેમને યથાસ્થિત વાત ન કહી” એમ અતિખેદ ધારણા કરતા અભયકુમારે શીતોપચારવડે પિતાને ક્ષણમાં સચેતન કર્યા. પછી નમન કરીને તે બોલ્યો-હે સ્વામિ ! આપના પ્રસાદથી, નિત્ય ઉલ્લાસ પામતા એવા નિર્મળ શીલ-અલંકારથી શોભતા અંતઃપુરને વિષે અત્યંત ક્ષેમકુશળ વર્તે છે; અથવા તો ધર્મ હોય ત્યાં સુધી પાપ કેવી રીતે પ્રવેશ કરી શકે ? મહાસાગર સમાન ગંભીર ચિત્તવાળા આપના જેવાની, આજ મારા માતૃજન પર અકૃપા થઈ એ એમનાં ભાગ્યને લીધે જ; એમાં આપ કંઈ કારણભૂત નથી; કારણ કે અરણ્યને વિષે જે વાયુકંપા થાય છે તે અરિષ્ટને લીધે જ છે. હે પ્રતાપે કરીને લંકેશ્વર જેવા પૂજ્યપિતા ! હે ભાગ્યભાજન ! મેં ક્ષણવાર વિચાર કરીને અંતઃપુરની પાસે આવેલી હસ્તિની જીર્ણ ઝુંપડીઓ બાળી નાંખી છે; અને એ પ્રમાણે આપની આજ્ઞા પણ પાળી છે. એ સાંભળી હર્ષાશ્રુ વર્ષાવતા રાજાએ પુત્રને કહ્યું- હે વત્સ ભુવનને વિષે તુંજ માત્ર લોચનવાળો છે, કારણ કે તે આજે હૃદયરૂપી ચક્ષુથી જોયું છે; અને ધન અને કીર્તિરૂપી ઉત્તમ સદ્ગણ ઉપાર્જન કર્યા છે. તુંજ પુત્રોને વિષે શિરોમણિ છે. તુંજ ગોત્રરૂપી કમળોને વિષે સુર્ય સમાન છે; તુંજ ગમે તેવી બુદ્ધિથી અજીત છે; અથવા તુજ સર્વ ગુણોથી સંપન્ન છે; કારણ કે તેં જ આ કલંકથી મને ઉગાર્યો છે. અન્યથા હું મુખ કેવી રીતે બતાવત ?” અહો ! રાજાની આ વાણી અમૃતમય હતી, અથવા તો જીત થયા પછી સૌ. પોતપોતાને અદ્વિતીય માને છે. તે વખતે નરપતિએ અભયને મહાકૃપા બતાવીને ઈનામ આપ્યું. પણ માતૃજનની રક્ષા કરવાથી તેણે જે ઉપાર્જના કરી તેની પાસે એ તુચ્છ ધનની ઉપાર્જના કશામાત્રમાં ન હતી.
રાજગ્રહેશ્વર શ્રેણિક નરપતિ ચેટકરાજપુત્રી-ચેલ્લણાને જાણે પુનઃ નવો અવતાર આવ્યો હોય એમ માનીને, તેનાં દર્શન કરવાને અત્યંત ઉત્સુક બની તેના ઊંચા વાસગૃહ પ્રત્યે વિવિધ પ્રકારના વિનોદ સહિત ક્રીડા કરવા લાગ્યો; કારણ કે શિશિરઋતુને વિષે મેઘથી આચ્છાદિત થઈને પુનઃ બહાર નીકળેલા સૂર્યની જેમ વિપત્તિ ઓળંગી આવેલો સ્વજન અત્યંત વધારે પ્રિય લાગે છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧પ૯
Page #175
--------------------------------------------------------------------------
________________
એકદા તે રાજાને કહેવા લાગી-હે પ્રિય સ્વામિ ! મને એક સ્તંભનો એક સુંદર મહેલ કરાવી આપો; કે જેથી હું, શિખાને લીધે એક મયૂરી બીજીઓથી ચઢે છે તેમ, આપની અન્ય રાણીઓથી વિશેષ થાઉં. હું આપના પ્રસાદથી અતિસુખને લીધે ઉદય કે અસ્ત કંઈ જાણતી નથી; તેથી, હે પ્રાણપતિ ! મહાવિમાનને વિષે સુરાંગનાઓ ક્રીડા કરે છે તેમ, હું ત્યાં રહીને ક્રીડા કરવાને ઈચ્છું છું.” મહીપતિએ એ વાતની હા કહી; કારણ કે પ્રિયાને અર્થે પુરુષ શું શું નથી કરતો ? પછી એણે “ચલ્લણાને રહેવા માટે આકાશ સાથે વાતો કરતો એક સુંદર એક સ્તંભનો મહેલ તૈયાર કરાવ.” એમ અભયમંત્રીશ્વરને આદેશ કર્યો; કારણ કે જેનાથી પોતાનું પ્રયોજન નિષ્પન્ન થાય એવાને જ સ્વામીએ પોતાનું કાર્ય સોંપવું. આ અભયકુમારે પણ વાસ્તુ વિદ્યાને વિષે પ્રવીણ એવા સુથારને એ કામનો આદેશ કર્યો; કારણ કે જે ઉદાર ચિત્તવાળા પુરુષોને અન્ય માણસો કાર્ય કરનારા હોય છે તેઓ પોતે શું કદિ કાર્ય કરે છે ખરા ?
પછી એ સુથારે અભયમંત્રીશ્વરના આદેશથી તંભને અર્થે અરણ્યને વિષે જઈ, ખરીદી કરનારો બજારને વિષે કરિયાણાની પરીક્ષા કરે છે તેમ, સર્વત્ર વૃક્ષેવૃક્ષની પરીક્ષા કરવા માંડી. એમ કરતાં, પ્રસન્ન અને રસયુક્ત કાવ્યને વિષે કવિજનનું મન વિશ્રમે છે તેમ, એકાદ વૃક્ષને વિષે એનું મન વિશ્રામ પામ્યું. યોગ્ય લક્ષણથી ઉપલક્ષિત એવા એ તરૂવરને નિહાળીને એણે હૃદયને વિષે વિચાર કર્યો કે-ગાઢ છાયાવાળું આ વૃક્ષ બે ભાગમાં વહેંચાયેલું છે; વૃષભની પેઠે એ પુષ્ટ સ્કંધ યુક્ત છે; રાજાની પેઠે છત્રવાળું છે; વેદની પેઠે શાખા અને પ્રશાખાનું ધામ છે, અને સમુદ્રની પેઠે ઉલ્લાસ પામતા પ્રવાળાનું સ્થાન છે. વળી એ પવિત્ર નરેશ્વરની પેઠે પુષ્ય યુક્ત છે; પુણ્યના અધિક આરંભની પેઠે ફળોએ કરીને સહિત છે; મગધેશ્વરના રાજ્યની પેઠે ઊંડા મૂળવાળું છે અને સાધુપુરુષના મનની જેમ પૃથુ અને ઉન્નત છે.
૧. (૧) થડ (૨) ખભા.
૧૬૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #176
--------------------------------------------------------------------------
________________
અહીં જેવાં તેવાં વૃક્ષો પણ પ્રાયઃ અધિષ્ઠાયક દેવતા વિનાનાં હોતાં નથી; અને આ તો વળી આવી લક્ષ્મીએ યુક્ત હોવાથી દેવતાથી અધિષ્ઠિત જ છે એમ સ્પષ્ટ જણાય છે. તેથી એને છેદવું ન જોઈએ કારણ કે કદાચિત વિપ્ન કરે. માટે હું નિશ્ચયે ઉપવાસપૂર્વક વિધાન કરું કે જેથી આ મારું કાર્ય ત્રણ મંગળે કરીને સહિત થાય.” એ બુદ્ધિશાળી સુથારે એવો નિશ્ચય કરી ઉપવાસ કરી પ્રતિષ્ઠાને આગલે દિવસે બિંબને કરે છે તેમ સુગંધિ ધૂપ-ગંધ-કુસુમ આદિથી એ વૃક્ષને સુવાસિત કર્યું. એ વખતે એ તરૂવરના અધિષ્ઠાયક દેવતાએ શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારને જઈને કહ્યું કે-હું સર્વ ઋતુના પુષ્પો અને ફળના સમૂહથી યુક્ત એવા વૃક્ષોની વાટિકાએ કરીને સહિત એવો તારા મન ધાર્યો મહેલ તને કરી આપીશ માટે મારું આશ્રયભૂત જે વૃક્ષ છે તે તારે છેદાવવું નહીં; માટે સત્વર તારા સુથારને પાછો બોલાવી લે; કારણ કે અર્કને વિષે મધ મળે ત્યારે પર્વત પર કોણ જાય ?” એ પરથી રાજકુમારે એ સુથારને “આપણું કાર્ય સિદ્ધ થઈ ચૂક્યું છે' એમ હર્ષ સહિત કહેવરાવીને પાછો બોલાવી લીધો. એટલે દેવતાએ ક્ષણવારમાં એ પ્રાસાદ બનાવી દીધો; અથવા તો સ્વર્ગના વાસી એવા એઓને ચિંતવ્યા માત્રથી જ સર્વ વસ્તુ સિદ્ધ થાય છે.
પછી નાના-મોટા સર્વ અમાત્યોના શિરોમણિ એવા એ અભયમંત્રીશ્વરે રાજાને ત્યાં આગળ લઈ આવીને કહ્યું કે-હે પ્રભુ ! આપના યશના સમૂહ જેવો આ સુધાથી ધોળેલો એક સ્તંભનો મહેલ આપ દષ્ટિએ કરીને આદર સહિત નિરખો. વળી સર્વદા ફુલી રહેલાં તથા ફળી રહેલાં આમ્રવૃક્ષ, રાયણના વૃક્ષ, બીજોરાંના વૃક્ષ, નારંગી તથા ખજૂરના વૃક્ષ, અશોક વૃક્ષ, દાડિમ તથા સંતરાના વૃક્ષ અને કદલી તથા મલ્લિકાના વૃક્ષોથી ભરાઈ ગયેલો, અને બંધુજીવ-બાણ-આસન-જાતિ-સપ્તલા-પાટલચંપક-રાજચંપક-દ્રાક્ષ-નાગવલ્લી પ્રમુખ લતાઓનાં મંડપોથી ઊભરાઈ જતો એવો આ બાગ આપ નિહાળો. એટલે રાજાએ કહ્યું-અહો ! તને
૧. આકડાનું વૃક્ષ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૬૧
Page #177
--------------------------------------------------------------------------
________________
ફક્ત મહેલ કરવાનું કહ્યું હતું ત્યાં તેં તો સાથે બાગ સુદ્ધાં બનાવી દીધો; અથવા તો સુખે કરીને વિવક્ષિત અર્થનો વિન્યાસ કરતા એવા ઉત્તમ કવિજનની કૃતિમાંથી વ્યંગ્યાર્થ સુદ્ધાં નીકળે જ છે.”
પછી સ્થિર લગ્ન અને ઉત્તમ દિવસે ભૂપતિએ પ્રમોદ સહિત મહેલની અધિદેવતા જ હોય નહીં એવી પોતાની હર્ષ પામેલી પ્રિય પટ્ટરાણીને તેને વિષે વાસ કરાવ્યો. ત્યાં તરૂવરોની કુંજને વિષે નિરંતર પોતાના સખીજન સાથે ઉચ્ચ પ્રકારની ક્રીડાને વિષે લીન એવી એ ચેલ્લણા વનદેવતા સંગાથે આનંદ કેલિ કરતી કામ-પ્રિયા-રતિ હોય નહીં એમ વિરાજવા લાગી; અને વળી તેની સાથે ઉપવનના પુષ્પો વડે જિનબિંબની પૂજા કરવાથી તથા પતિના કેશપાશ પૂરવાથી એ ધર્મ અને કામ બંને ઉપાર્જન કરવા લાગી; કારણ કે વિવેકીજનોની લક્ષ્મી બંને લોકને સધાવવાવાળી છે. આ પ્રમાણે એ પ્રાસાદને વિષે, ધર્માર્થને કોઈપણ. પ્રકારે વિપ્ન ન આવે એવી રીતે ભોગ ભોગવતા દંપતી, વિમાનને વિષે સુરપતિ અને સુરાંગના કરે છે તેમ સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યા.
એવામાં એકદા એજ નગરમાં એક માતંગપતિની પત્નીને આમ્રભક્ષણ કરવાનો તીવ્ર દોહદ ઉત્પન્ન થયો તેથી એણે પોતાના સ્વામી પાસે એ ફળ માગ્યાં; અથવા તો પતિ જ સ્ત્રીઓને યાચના કરવાનું સ્થાન છે. એ પરથી માતંગપતિએ કહ્યું-તું ઘેલી થઈ જણાય છે કે આવી સમય વગરની યાચના કરે છે. સ્ત્રીએ કહ્યું- હે નાથ ! એ ફળ ચલ્લણાના ઉપવનને વિષે છે; બજારમાં કોઈ જગ્યાએ નથી. એ પરથી માતંગપતિ દિવસે જ તે બાગને વિષે ગયો; અને પરિપક્વ એવાં ઉત્તમ આમ્રફળા જોઈ આવ્યો; કારણ કે ચોરલોકોને દિવસે જોયેલી વસ્તુ રાત્રિએ ચોરી જવી સહેલી પડે છે. પછી રાત્રિ સમયે ત્યાં જઈને અવનામિની વિદ્યાએ કરીને, ઊંચી શાખાઓને હર્ષસહિત નીચી નમાવીને પોતે જ એનો વાવનાર હોઈને એ ગ્રહણ કરતો હોય એમ, એણે સ્વેચ્છાપૂર્વક આમ્રફળો ગ્રહણ કર્યા. પછી એણે ઉજ્ઞામિની વિદ્યાનું સ્મરણ કર્યું એટલે શાખાઓ સદ્ભાગ્યે બંદિખાનામાંથી છૂટી અત્યંત હર્ષ થયાથી જ હોય નહીં એમ ક્ષણમાં ઊંચી જતી રહી. હવે પ્રભાતે, કમળો તોડી લીધાથી શોભા રહિતા
૧૬૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #178
--------------------------------------------------------------------------
________________
થઈ જતી કમલિનીની જેમ, આમ્રફળો તોડી લીધેલાં હોવાથી નિર્માલ્યા દેખાતા આમ્રવૃક્ષને એકાએક જોઈને ચેલ્લણા ચિત્તમાં બહુ વિષાદ પામી.
અને એ વાત એણે જઈને રાજાને કહી કે-હે આર્યપુત્ર ! કોઈએ આમ્રવૃક્ષની વાટિકાના ફળ તોડી લીધાં છે તેથી એ સુવસ્ત્રાલંકાર વિનાની વિધવા સ્ત્રી જેવી થઈ ગઈ છે.” પૃથ્વીપતિએ એ સાંભળીને તત્ક્ષણ અભયકુમારને આદેશ કર્યો કે-હે અભુતબુદ્ધિના નિધાન ! સત્વર આનો ચોર પકડી લાવ; કારણ કે જેને વિષે આવું લોકોત્તર સામર્થ્ય છે તેનાથી અંતઃપુરને વિષે પણ હાનિ થવાનો સંભવ છે. અભયકુમારે કહ્યું- હે પૂજ્યતાત ! ખાલી મોટી મોટી વાતો કરવી એમાં કાંઈ પ્રભુતા આવી જતી નથી, આ આમ્રફળના ચોરને શોધી લાવી ન્યાસ દાખલ મૂકેલી વસ્તુને તેના મૂળસ્વામીને પાછી સોંપવી એમાં જ ખરી પ્રભુતા છે.
હવે અભયકુમાર તો ચોરને પકડવાને માટે માણસોના વેષ ભાષણ અને ચેષ્ટિતને નિહાળતો નિહાળતો, કૌતુકવાનું વિદેશીય યુવાનની પેઠે, માર્ગને વિષે ત્રિક-ચતુષ્ક-ચત્ર પ્રમુખ સ્થળોએ ભમવા લાગ્યો. એ રાજપુત્ર બહુબહુ ઉપાયો વડે આમ્રફળના ચોરની ગવેષણા કરવા લાગ્યો; તોપણ, વૈદ્યને રોગીજનની નાડીનો ધબકારો જણાતો નથી તેમ એ એને ક્યાંય જણાયો નહીં. એવામાં એક વાર કોઈ સ્થળે નાગરિકજનો સંગીત કરાવતા હતા ત્યાં સુદ્ધાં રાજપુત્ર ચોરને મેળવવાની આશાએ ગયો; અથવા તો પોતાનાં કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છાવાળા જનો ચિત્તને વિષે કદાપિ ઉદ્વેગ રાખતા નથી. ત્યાં કુમારને આસન આપીને એક જણ બોલ્યો-“હે સ્વામી ! કૃપા કરીને ક્ષણવાર આ આસન પર બિરાજો.” કારણ કે સ્વામીજન પ્રતિ કયો માણસ સત્કાર નથી કરતો ? નાગરિકનો એવો વિવેક જોઈ મંત્રીશ્વરે આસન ગ્રહણ કર્યું; અને કહ્યું કે-જ્યાં સુધી હજુ નાટ્યકારો નથી આવ્યા ત્યાં સુધી હું એક કથા કહું છું તે સાંભળો કારણ કે રસિકજનોને ક્ષણમાત્ર વિનોદ વિના બેસી રહેવું ગમતું નથી.” એ સાંભળી અંજલિ જોડીને પૌરજનો બોલ્યા-હે બૃહસ્પતિની જેવી બુદ્ધિવાળા કુમાર ! આપની મોટી મહેરબાની. આપની અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૬૩
Page #179
--------------------------------------------------------------------------
________________
વાણી તો, જેણે સુકૃત્ય કર્યાં હશે તેને જ શ્રવણે પડશે; કારણ નિર્ભાગીજનના ગૃહને વિષે કદિ રત્નવૃષ્ટિ હોય નહીં. પછી એણે કથાનો પ્રારંભ કર્યો કે
વસંતપુર નામનું એક નગર છે. તેને વિષે સેંકડો ઉપવન-વાવતળાવ-સરોવર-જળાશય-પ્રાસાદ-ગૃહ-બજાર આદિ આવી રહ્યાં છે. ત્યાંના લોકો કૃતજ્ઞ-દયાળુ-પરોપકારી-વિનયી-વિચક્ષણ-ઉદાર-ગંભીરધૈર્યવાન્-દક્ષ-દાક્ષિણ્યવાન્ અને સરલ આશયવાળા છે. ત્યાં એક જીર્ણશેઠ નામનો વ્યવહારિક રહેતો હતો; એ પોતાનાં એવાં કર્મને લીધે સમસ્ત વૈભવ ખોઈ બેઠો હતો; જે દિવસે એને ભોજન મળતું તે દિવસ એને હર્ષની વધામણીનો હતો. એને એકની એક પુત્રી હતી. એનાં લોચનની ચંચળ કીકીઓ લીલાસહિત ફર્યા કરતી હોવાથી યુવકજનના મનને વિષે કામવિકાર ઉત્પન્ન કરતી હતી. દરિદ્ર અવસ્થા હોવાથી, એ વયે પહોંચ્યા છતાં પણ હજુ કુમારિકા હતી. એનો પિતા એને દરિદ્રના પુત્રવેરે આપવાની ના જ કહેતો હતો; અને કોઈ ધનવાન્ તો એને લેવાની હા પાડતો નહીં; કારણ કે માણસ (વર) હંમેશાં વધુના માબાપ પાસેથી મોટી પહેરામણી પહેરવાની ઈચ્છા રાખે છે. હવે એ કુમારિકા યોગ્ય વર પ્રાપ્ત કરવાને કામદેવની મૂર્તિની પૂજા કરતી તેથી ક્યાંય ઉપવનને વિષે જઈને રોજ પુષ્પો ચોરી લાવતી; કારણ કે એની પાસે પુષ્પો લેવા જેટલું મૂલ્ય પણ નહોતું. પુષ્પો નિરંતર ચોરાતાં જાણી એકદા એ ઉપવનનો સ્વામી-માળી “આજ ઘણા દિવસોના ભક્ષ એવા ચોરને પકડી પાડીને સત્વર પાછો વાળીશ” એવા વિચારથી યોગિની પેઠે શ્વાસ રોકીને વૃક્ષો વચ્ચે સંતાયો.
એવામાં એ કુમારિકા આવી; અને આવતાંની સાથે જ, રાગયુક્ત દૃષ્ટિથી જોતા એવા એ માળીના અંતઃકરણને એણે હરણ કર્યું; કારણ કે જેનામાં સુમન (પુષ્પ) હરણ કરવાની શક્તિ છે તેની પાસે મન તે કોણમાત્ર છે ? એને જોઈને એનાં અંગેઅંગ કંપવા લાગ્યાં અને એનો મત્સર હતો તે તો તત્ક્ષણ શમી ગયો; અથવા તો શરીરને વિષે દાહજ્વરથી થતો જે દાહ તે અત્યંત શીતજ્વરની આગળ રહેતો જ નથી. પછી એણે તેને આગ્રહથી હાથવતી પકડી રાખીને કહ્યું-હે સુંદર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૬૪
Page #180
--------------------------------------------------------------------------
________________
સ્ત્રી ! તું મને સત્વર તારી સાથે વિલાસ કરવા દે; કારણ કે મેં તને, તેં બહુ દિવસ પર્યન્ત ચોરેલાં પુષ્પો વડે હવે ખરીદી છે.” એ સાંભળી એ કુમારિકા બોલી-અરે ભલા માણસ, આ તું ઠીક નથી બોલતો. હું હજુ કુમારિકા છું અને પુરુષના સ્પર્શને યોગ્ય નથી; અથવા તો વેશ્યા જન જ આ સર્વને લાયક છે. હે માળી ! તું મારી પાસે શા માટે બોલાવે છે ? જો કોઈ માણસ તારી પુત્રી, બહેન, કે બહેનની પુત્રીને આવો અન્યાય કરે તો તું ગમે તે પ્રકારે એનું રક્ષણ કરે ખરો કે નહીં ?”
માળી બોલ્યો-હે કુંભસ્તની ! તું મહાપંડિતા જણાય છે. પણ હવે અહીં ઝાઝો લવારો કરવો રહેવા દે. હું તારી કોઈ ભારે પ્રતિજ્ઞા કરાવ્યા પછી જ તને છોડવાનો છું; તે પહેલાં નહીં.” કુમારિકો વિચાર્યું-આટલી મોટી વય થયા છતાં કુમારાવસ્થા ભોગવવી (અવિવાહિત રહેવું) એ અયુક્ત છે; વળી કૌમારાવસ્થા પણ જો અક્ષત નહીં હોય તો મને કોઈ પરણશે પણ નહીં, કારણ કે ભેદાયેલો મણિ કોણ ગ્રહણ કરે ?” એમ વિચારીને માળીને તેણીએ કહ્યું- હે દુરાગ્રહ ! તું મારી પાસે કેવી પ્રતિજ્ઞા કરાવવા માગે છે ?” એ સાંભળીને માળીએ પુષ્કળ સંકલ્પ વિકલ્પથી ચિત્તને વિહવળ કરી નાખીને કહ્યું- હે વિશાળ નેત્રવાળી ! તારે પરણીને આ તારા સુવર્ણના પાની પેઠે ચળકાટ મારતા તથા નવનીત સમાન કોમળ એવા અંગનો પ્રથમ મને ઉપભોગ લેવા દેવો; અથવા તો પહેલા બલિદાન દેવોને જ દેવું પડે છે. પછી કુમારિકાએ પણ “જમવા બેઠેલા માણસે ભોજનનો પહેલો કોળીઓ કાકપક્ષીઓને નાખવો પડે છે એમાં કંઈ અસત્ય નથી” એમ નિશ્ચય કરીને તેનું વચન માન્ય કર્યું. અને સિંહ પાસેથી નાસીને હરિણી પોતાના યુથને વિષે જતી રહે તેમ, તેની પાસેથી આમ અખંડશીલે છૂટીને હર્ષસહિત પોતાને સ્થાને ગઈ.
પછી એકદા કોઈ મોટા ધનવાન સાથે આદરસહિત લગ્ન કર્યા; અથવા તો કરિયાણું સારું હોય તો કાળાંતરે પણ લોકોને વિષે તેની કિંમત થાય છે એમાં સંશય નથી. એ દંપતીને એકત્ર થયેલાં જોઈને સૂર્ય પણ પશ્ચિમદિશાની સાથે સંગમોસુક હોય નહીં એમ અસ્ત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૬૫
Page #181
--------------------------------------------------------------------------
________________
પામ્યો. અથવા તો વારૂણીનું નિરંતર સેવન કરવાથી કોનો ક્ષય નથી થતો ? દિવસપતિ-સૂર્ય અસ્ત પામ્યું છે જેને વિષે જેનું સંભાવ્યપણું હતું તેને વિષે તે રહ્યું નહીં; કારણ કે મહાન એવા પણ આકાશને રાગ થયો; અને જડ (જળ) થકી ઉભવતા એવા બિચારાં કમળો ઉલટાં સંકોચ પામ્યાં. જે આકાશમાર્ગને વિષે રહીને સૂર્ય ચરાચર જગતને વિષે ઉદ્યોત કરતો હતો એજ આકાશને વિષે હવે જેમનાં પગલાં થયાં એવાં મલિનાત્મ અંધકાર પુનઃ તે (ચરાચર જગત)ને અંધ બનાવવા લાગ્યાં-એવા અંધકારને ધિક્કાર છે ! મિત્રને જોવાની અપેક્ષાથી નેત્રોને પ્રસારતું હોય નહીં એમ ગગન પણ તે વખતે ચકચક થતા તારાઓથી શોભવા લાગ્યું.
વળી સમસ્ત તાપસજીવો (ખળ પુરુષો-ઘુવડપક્ષીઓ) ઉલ્લાસ પામવા લાગ્યા કારણ કે ભુવનને વિષે પોતાનું રાજ્ય થાય ત્યારે કોણ વિકસ્વર નથી થતું ? એવામાં તો “હા ! મિત્ર (સુહત-સૂર્યના જવાથી અંધકારે વિશ્વને દુઃખ દેવા માંડ્યું છે” એવા રોષથી જ હોય નહીં એમ ક્ષણવાર મુખ પર સહેજ રક્તવર્ણ ધારણ કરતો ચંદ્રમા એ અંધકારનો વિનાશ. કરવાને ઉદયાચળ પર આવ્યો. અમૃતરશ્મિ-(ચંદ્ર) મંડળ હજુ તો આકાશને વિષે એક કોસ પ્રમાણ ઊંચે નહોતું આવ્યું ત્યાં તો એ શરદ્ધા મેઘ સમાન કોમળ (શીતળ) થઈ ગયું; અથવા તો અમૃત (જળ) સ્વભાવ થકી જ શીતળ છે. અહો ! આ કલાવાન ચંદ્રમાની કોઈ લોકોત્તર જ કળા છે કે શીતળ એવા પણ એણે આ વખતે અંધકારનો વિનાશ કર્યો; ચક્રવાકનાં યુગલને પરસ્પર વિયોગ પમાડ્યા અને કમળબંધનથી મધુકરને મુક્ત કર્યો. આ ચંદ્રમા જેવો ગોળાકાર છે, શીતળ છે, કળાવાન છે તેવો જ જો નિષ્કલંક હોત તો જગતને વિષે એનો કોઈ પ્રતિસ્પર્ધ્વ રહેત નહિ, અથવા તો આ વિશ્વને વિષે કયો માણસ સર્વગુણ સંપન્ન છે ?
એ વખતે કર્ણપાશને વિષે ચંચળ કુંડળ પહેરી, કંઠરૂપી કંદલને
૧. (૧) પશ્ચિમ દિશા, (૨) મધ-દારૂ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૬૬
Page #182
--------------------------------------------------------------------------
________________
ત્રૈવેયકથી અલંકૃત કરી, સ્તનમંડળનો મનહર હારથી અવરોધ કરી, બાહુયુગને શ્રેષ્ઠ કેયુર વડે શોભાવી, હસ્તકમળને કંકણોથી તથા અંગુલિકાને વાંકિત મુદ્રાથી વિભૂષિત કરી; વળી કટિપ્રદેશને વિષે સુંદર ઘુઘરીઓને લીધે શબ્દ કરતી મેખલા, ચરણને વિષે રણઝણાટ કરતા નૂપુરો, અંગે સુવાસિત વિલેપન તથા નિર્મળ કસુંબાના વસ્ત્ર ધારણ કરી, એ નવોઢા શ્રેષ્ઠિપુત્રી કલહંસીની સુંદર ગતિને પણ તુચ્છકારી કાઢે એવી રીતે પદન્યાસ કરતી (પગલાં મૂકતી) શયનગૃહને વિષે ગઈ.
ત્યાં આમ્રવૃક્ષના અંકુરો ખાવાથી મત્ત થયેલી કોકિલાના જેવા મધુર સ્વર વડે એણે પોતાના પ્રિય પતિને કહ્યું-હે પ્રાણનાથ ! પૂર્વે એકદા હું એક મોટા સંક્ટને વિષે આવી પડી હતી તે વખતે મેં બાગવાનની આગળ, પહેલાં તેની પાસે જવાની પ્રતિજ્ઞા કરી છે માટે હે આર્યપુત્ર ! કૃપા કરીને મને સત્વર આજ્ઞા આપો, કે જેથી આપના પ્રસાદથી તેની આગળ મારી પ્રતિજ્ઞા સત્ય ઠરે; કારણ કે માણસની પ્રતિજ્ઞા છે તેજ જીવતી રહે છે. જો કે હું તેની પાસે એક વાર જઈ આવવાની છું તો પણ નિશ્ચયે હું આપની જ છું એમ સમજજો; કારણ કે અલંકારો મહાત્ ઉત્સવોને વિષે બીજાઓ માગી લઈ જાય છે તો પણ એ એના ધણીના જ કહેવાય છે.” એ સાંભળીને એનો પતિ અતિ હર્ષ પામી વિચારવા લાગ્યો કે-અહો ! યુધિષ્ઠિરની પેઠે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા તત્પર થયેલી આ સ્વર્ગગંગાના સમાન નિર્મળ આશયવાળી સ્ત્રીને ધન્ય છે !” એવો નિશ્ચય કરીને એણે સ્ત્રીને કહ્યુંહે પદ્મલોચના ! જા તારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી આવ.” પ્રાયઃ લોકો પોતાનું બોલેલું ક્ષણવારમાં વૃથા કરનારા હોય છે; પણ સત્યને વિષે નિરત તો પાંચ છ જ હોય છે.
પછી ક્ષીરસમુદ્રથકી લક્ષ્મી નીકળી તેમ એ નવોઢા વાસમંદિર થકી નીકળીને જવા લાગી ત્યાં તો ક્ષણવારમાં એને દંડકાને વિષે કાઢી મૂકેલા ચરપુરુષો જ હોય નહીં એવા ચોરલોકો મળ્યા. “આપણે ઉત્તમ શકુન જોઈને નીકળ્યા છીએ કારણ કે આવો સાક્ષાત્ નિધાન પોતાની મેળે આવી મળ્યો, માટે એને એકદમ ઉપાડો-એકદમ ઉપાડો” એમ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૬૭
Page #183
--------------------------------------------------------------------------
________________
કહીને એને ઉપાડી લઈ જવા લાગ્યા. એટલે એણે એમને કહ્યું-હે ભાઈઓ ! હું આવા કાર્યને અર્થે જાઉં છું; માટે ત્યાંથી પાછી આવું ત્યારે મારાં આભૂષણો તમે ભલે લઈ લેજો. એ સાંભળીને એઓએ એને જવા દીધી એટલે આગળ ચાલતાં, ઉંદરડીને વિકરાળ બિલાડો મળે તેમ, એને ક્ષુધાથી કૃશ થઈ ગયેલા ઉદરવાળો તથા અત્યંત ઊંડા જતાં રહેલાં નેત્રોવાળો રાક્ષસ મળ્યો. “કરંડીઆને વિષે રહેલી ઉંદરડી પોતાની મેળે એમાં છિદ્ર પાડીને બહાર નીકળતાં સર્પના મુખને વિષે પડે તેમ,
આ સ્ત્રી લાંઘણને લીધે બળી ગયેલું છે શરીર જેનું એવા મારા જેવાના હાથમાં, દૈવની સાનુકૂળતાને લીધે આવી છે,” એમ કહીને સિંહ મૃગલીને પકડે છે તેમ એણે એને ખાઈ જવાની ઈચ્છાથી પકડી રાખી, પણ એની પાસેથી એ પૂર્વની પેઠે પોતાની પ્રતિજ્ઞાની વાત કહીને છૂટી. અથવા તો કાર્યસિદ્ધિ અનેક વિઘ્નોએ કરીને સહિત છે. એમ ત્યાંથી છૂટીને એ પુષ્પ ચોરી જનારી નવોઢા બાગવાન પાસે ગઈ અને તેને કહ્યુંમારી બુદ્ધિને જે ઠીક લાગ્યું એ મેં તો આ કર્યું, હવે તારા કુળને જે યોગ્ય લાગે તે તું કર.” એ સાંભળી એ બાગવાન “અહો ! આણે તો પ્રતિજ્ઞા પાળી; માટે એ મહાસતી સ્ત્રી છે; અને તેથી કુળદેવતાની પેઠે મારે વાંદવા યોગ્ય છે,” એમ કહીને એ એને ચરણે પડ્યો; અથવા તો આ લોકને વિષે એક સદ્ભાવ જ નથી ફળતો શું ? ચરણે પડીને એણે કહ્યું, હે સતી સ્ત્રી ! તું આજથી મારી બહેન છે, ફુઈ છેમાસી છે અથવા માતા છે; માટે હે પતિવ્રતા ! તું ઉત્તમ પતિવાળી થા, અને ઘેર પાછી જા. એમ કહીને એણે એને વિદાય કરી.
હવે અહીં પેલો રાક્ષસ તો “એ મારું ભક્ષ પુન: ક્યારે મારી પાસે આવશે”, એમ સ્મરણ કરતો હતો એવામાં તો બ્રાહ્મણને શ્રાદ્ધતિથિ તેમ, શીલવતી શ્રેષ્ઠિવધુ એની પાસે આવી. ત્યાં આવીને એણે એને કહ્યું-હે પુણ્યાત્મા ! એ બાગવાન મને પુણ્યાર્થે આમ આમ (કહીને) રજા આપી” યુદ્ધને વિષે એક સુભટનું ઉદ્ભટ વાક્ય સાંભળીને અન્ય સુભટને શુરાતન ચઢે છે તેમ, એ નવોઢાની એ વાત સાંભળીને રાક્ષસને અતુલ પૌરૂષ ચડ્યું કે શું હું રાક્ષસ થઈને એ માળીમાંથી પણ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૬૮
Page #184
--------------------------------------------------------------------------
________________
જઈશ ? તો પ્રશ્વર્યા રૂદાં જે મુિ ? એમ વિચારી તેને નમન કરીને “તારે ઘેર જા અને ચિરકાળ આયુષ્ય ભોગવ” એમ કહી તેને જવાની રજા આપી. એટલે ત્યાંથી એ, પાંડુપુત્રો પાસે તેમની રાજ્યલક્ષ્મી આવી હતી તેમ, જે દિશાએ તે પ્રથમ ગઈ હતી તે દિશા તરફ ચક્ષુ દઈને જોઈ રહેલા ચોર લોકોની પાસે આવી; અને એમની આગળ, માળી તથા રાક્ષસ સંબંધી હકીકત કહી બતાવી; કારણ કે પોતે પૂર્વે જોયા હોય એવા ઉપાય વડે કયો બુદ્ધિમાન પોતાની રક્ષા નથી કરતો ? એ નવોઢાએ કહી બતાવેલી વાત સાંભળીને જેમને કાંટો ચઢ્યો હતો એવા એ ચોર લોકો બોલ્યા-ત્યારે જીવિતને બરાબર તૃણસમાન જ ગણનારા એવા અમે શું એ માળી અને રાક્ષસ કરતાં કાંઈ ઓછા છીએ ? એમ કહી એને નમન કરીને કહેવા લાગ્યાહે બહેન ! તારે ઘેર જા અને તારા સ્વામિનાથને પ્રિયકર્તા થા; અને તારાગણ વડે શરદકાળની રાત્રિ વિરાજે છે તેમ ઉત્તમ આભૂષણો વડે નિત્ય વિરાજી રહે.
આમ તેમની પાસેથી છૂટીને તે ઘેર ગઈ અને પ્રિયપતિ આગળ માળી, ચોર તથા રાક્ષસ સંબંધી સર્વ હકીકત કહી સંભળાવી, અથવા તો બીજા પાસે પણ જેણે પોતાનો સુંદર સ્વભાવ જણાવ્યો હતો તે પતિથી તો એ શેની જ ગોપવે ? પ્રિયાની આ બધી વાત સાંભળીને પતિ તો અત્યંત વિસ્મય પામ્યો; અને એની સાથે સુખે કરીને ભોગવિલાસ ભોગવતાં આખી રાત્રિ ક્ષણની જેમ નિર્ગમન કરી. અથવા તો સુખને વિષે નિમગ્ન એવા પ્રાણીઓને નિરંતર એમ જ થાય છે.
પ્રભાત સમય થયો એટલે અત્યંત ઊંચા એવા ઉદયાચળના શિખરની-ગેરૂથી ભરપૂર એવી ભૂમિને વિષે આગમન કરવાથી જ હોય. નહીં એમ સહેજ લાલ દેખાતી છે મૂર્તિ જેની એવો સૂર્ય અખિલ વિશ્વને પોતાની કાંતિના સમૂહથી રક્ત કરતો ઉદય પામ્યો. “આ (પર્વતો)ની જ ગુફાને વિષે આ મારો શત્રુ દુષ્ટ-અંધકાર નિરંતર વસે છે” એવા રોષથી જ જાણે હોય નહીં એમ ઉષ્ણદિધિતિ-સૂર્ય પોતાના પાદપ્રહાર વડે પર્વતોના શિખરોને તાડન કરવા લાગ્યો. “હે પ્રિય ! સ્વભાવ થકી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૬૯
Page #185
--------------------------------------------------------------------------
________________
જ આપના શત્રુ એવા આ અંધકારને મેં નિવિડપણે બાંધીને પકડી રાખ્યો. હતો.” એમ પદ્મિની સૂર્યને પોતાનામાંથી બહાર નીકળતા ભમરોના મિષથી અંધકારના સમૂહને બતાવવા લાગી.
ચક્રવાકપક્ષી જાણે વિયોગથી થયેલા જ્વરના દાહની શાંતિને અર્થે જ હોય નહીં એમ પોતાની પત્ની-ચક્રવાકીને પોતે બિસતંતુ આપવા લાગ્યો; અને ઘુવડ પ્રમુખ પક્ષીઓ અંધકારને વિષે જઈ રહેવા લાગ્યા. અથવા તો સૌને પોતપોતાના જેવાઓની જ સાથે સંગતિ હોય છે. અહો ! આ વાયુ પણ ભાગ્યશાળી ! કારણ કે અશરીરી છતાં પણ એ કમલિનીઓના સમૂહને, સર્વાગે ગાઢ આલિંગન દઈને એમની સુગંધીરૂપી લક્ષ્મીને હરણ કરી લઈ આવ્યો છે; અથવા તો એમ થયા સિવાય શૂરવીર પુરુષ થકી છુટકો થતો જ નથી. તે ક્ષણે દંપતી પોતાના સર્વે પ્રભાતનાં કાર્યો યથાપ્રકારે કરવા લાગ્યાં; કારણ કે સજ્જનો જે જે સમયે જે જે કરવાનું હોય છે તેને વિષે કદાપિ પ્રમાદ કરતા નથી. પ્રભાતે ઉઠીને જે પુરુષ પોતાનાં આધીન-ભક્તિયુક્ત-સુકોમળ-વિવેકી તથા સુખદુઃખને વિષે સમાન એવાં મિત્ર-કલત્ર અને તનયને જુએ છે તેને બહુ ધન્ય છે.
હવે શ્રેષ્ઠીકુમારે પણ “આ સ્ત્રી એવા ઉત્તમ ગુણોવાળી છે” એમ ચિત્તને વિષે વિચાર કરીને એને બંધુસમક્ષ કુટુંબને પાળવાનું કામ સોંપ્યું. કારણ કે એવા અનેક કુટુંબીઓ હોય છે કે જેમને સ્ત્રી જ પ્રમાણરૂપ છે. (આટલી વાત કહી અભયકુમારે લોકોને પૂછ્યું, “આ ભર્તાબાગવાન-ચોરલોકો અને રાક્ષસ એ ચારમાંથી કોણે સૌથી દુષ્કર કાર્ય કર્યું ?” એ કહો. એ સાંભળી ઈર્ષાળુ લોકો કહેવા લાગ્યા કેઅનન્તબુદ્ધિના નિધાન એવા ભર્યારે સૌથી દુષ્કર કાર્ય કર્યું; કારણ કે એણે એ સુંદર રૂપથી શોભતી પોતાની નવોઢા પ્રિયાને પોતે ભોગવ્યા પૂર્વે બીજાની પાસે મોકલી; કારણ કે એના કરતાં પ્રાણ આપવા એ સહેલા છે; અમારા જેવાને જો એમ થયું હોત તો અમે તો એ કટુભાષિણી પ્રિયાને પકડીને ખદિરની લાકડીના પ્રહારથી એવી જર્જરીત કરત કે છ માસ પર્યન્ત ખાટલે રહેત.”
૧૭૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #186
--------------------------------------------------------------------------
________________
વળી એ ઉત્તર નહીં સહન કરનારા ક્ષુધાતુર પ્રતિવાદીઓ એમ કહેવા લાગ્યા કે-સુધાએ પીડિત છતાં પણ રાક્ષસે એને એમ જવા દીધી, માટે એ રાક્ષસ જ ખરો સત્વવંત ઠર્યો; કેમ કે કુષ્ટ-જ્વર-અર્શ સોજોઉદર-સ્રાવ-પૃષ્ટ–અક્ષિ-દંત-મુખ અને શીર્ષ પ્રમુખની વેદના છતાં પણ માસ અને વર્ષ પર્યન્ત જીવિત ટકે છે, પણ ક્ષુધા તો એક ક્ષણવાર પણ સહન થઈ શકતી નથી. વળી ત્રણ ત્રણ લાંઘણ કરી અટવી ઉતરેલા જન્મથી જ દરિદ્રી સુધાનિધિ બ્રાહ્મણને ધૃતપૂરના ભોજનની જેમ એ રાક્ષસજાતિને માણસનું માંસ બહુ સ્વાદિષ્ટ લાગે છે.
પણ પરસ્ત્રીલંપટ પુરુષો તો કહેવા લાગ્યા-તમે સર્વ મૂર્ખ છો; પહેલો જરા વિચાર તો કરો; પછી નિર્ણય પર આવો. અસાધારણ રૂપથી વિરાજતી, કામપ્રિયા-રતિનો પણ પરાજય કરનારી અને દુષ્ટ વર્તનવાળા પુરુષરૂપી હસ્તિઓને બાંધવાને આલાનસ્તંભ જેવી એ સ્ત્રીને જેણે લીલામાત્રમાં મુનિને પેઠે સત્વર ત્યજી દીધી, એ માળીએ જ પરમ દુષ્કર કાર્ય કર્યું છે, કારણ કે મહાકવિને કાવ્યકૃતિને વિષે અને તર્કરૂપી ચક્ર ફેરવવાવાળાને વિવાદને વિષે જેવો રસ આવે છે તેવો તરૂણ પુરુષોને તરૂણ સ્ત્રીને વિષે રસ આવે છે.” (છેલ્લે) એટલામાં તો માતંગપતિ બોલ્યો-અરે ! તમે લોકો બદરીફળને વૃત્ત ક્યાં હોય તે જાણતા જ નથી. માટે રાજકુમાર પાસે ઉત્તર આપવાને તમારામાં કોઈને વિષે યોગ્યતા નથી. હે સ્વામી ! જેમણે સર્વ સુવર્ણના આભૂષણોથી યુક્ત એવી પણ. એ સ્ત્રીને એ પ્રમાણે રાત્રિએ છોડી દીધી, એ ચોરલોકો જ એકલા મહાદુકૃત કાર્ય કરનારા ઠરે છે. કારણ કે જેને અર્થે લોકો સમુદ્ર તરે છે, હજારો શસ્ત્રો વડે ઘોર યુદ્ધ કરે છે, નિરંતર વિવિધ પ્રકારની ધાતુઓને ધમે છે, ભયંકર રસકૂપિકાને વિષે પ્રવેશ કરે છે, નિત્ય કોદાળી વડે રોહણાચળને ખોદે છે અને અંગચ્છેદપૂર્વક દેવ પૂજન કરે છે, એવી પોતાની મેળે આવી મળેલી લક્ષ્મીને કહો કોઈ ક્યારે પણ. જવા દે ખરી ?
આ પ્રમાણે એ માતંગપતિને બોલતો જોઈને અભયકુમારે નિશ્ચય કર્યો કે આમ્રફળનો ચોર એજ છે. વિચક્ષણ પુરુષો એટલા માટે જ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૭૧
Page #187
--------------------------------------------------------------------------
________________
કહે છે કે મૌન ધારણ કરવું એજ સ્વાર્થને સાધનારું છે. (કારણ કે માતંગપતિ બોલ્યો ન હોત તો પકડાત નહીં.) પછી રાજપુત્રે એને પૂછ્યુંઅરે માતંગપતિ, તે અમારા આમ્રફળ કેવી રીતે ચોર્યા તે કહે. એણે કહ્યું- હે સ્વામી ! મારી વિદ્યાથી સ્પર્શ કરીને. કારણ કે મારા જેવાને એ વિદ્યાનું ફળ ચોરી જ છે.” પછી આ વૃત્તાન્ત મંત્રીશ્વરે જઈને મગધરાજને નિવેદન કર્યું અને એ આમ્રફળના ચોરને પણ એમને સોંપ્યો. કારણ કે તસ્કરનો મોક્ષ કે નિગ્રહ રાજાની આજ્ઞાથી જ થાય છે. પછી રાજાએ પુત્ર-અભયને આદેશ કર્યો કે “હે વત્સ ! આપણે બીજા તસ્કરની પણ ઉપેક્ષા કરતા નથી; ત્યારે આ તો વિદ્યાના બળવાળો છતાં દુર્જન છે અને વળી રાજાના જ ઘરમાં ચોરી કરનારો છે.
એ સાંભળી મંત્રિશિરોમણિ અભયે નરેશ્વરને કહ્યું-ત્યારે, પહેલાં એની પાસેથી એ વિધા ગ્રહણ કરવાનું તો કરો; કારણ કે આપણે છોડી દીધા વિના એ કરંડીઆમાંના સર્પની જેમ કયાં જવાનો છે? એવું પુત્રનું વચન સાંભળી તે પ્રમાણ કરી પેલા માતંગપતિને ભૂમિ પર બેસાડી રાજાએ પોતે આસન પર બેસી તેની પાસે વિદ્યાનો પાઠ લેવો શરૂ કર્યો. કારણ કે રાજાઓને કહ્યા વિના “નીતિ શું છે' એની ખબર પડતી નથી. પછી મગધેશ્વરે મોટે સ્વરે એનો પાઠ કરવા માંડ્યો પણ. કુલટા સ્ત્રી ગૃહને વિષે રહે નહીં તેમ એ એના ચિત્ત વિષે રહે નહીં. એટલે એણે માતંગપતિને કહ્યું-તું બરાબર પાઠ કરાવતો નથી; અને કંઈ મોટું કપટ કરતો જણાય છે.
એ સાંભળી બુદ્ધિશાળી અભયે કહ્યું-હે પૂજ્યપિતા ! આપ બહુ વિનયવડે વિદ્યા ગ્રહણ કરો. કારણ કે વિદ્યાને ત્રણ રીતે ગ્રહણ કરી શકાય છે, વિદ્યાર્થી-વિનયથી અને દ્રવ્યથી; એને ગ્રહણ કરવાનો બીજો કોઈ માર્ગ નથી. એમાં પણ વિચારવંત પુરુષો વિનયને જ શ્રેષ્ઠ ગણે છે. કારણ કે એના વિના બીજા બે કાર્યસિદ્ધિને આપતા નથી; જેમ સંયમ વિનાના સમકિત અને જ્ઞાન કાર્યસિદ્ધિ આપતા નથી તેમ. માટે હે તાત ! આપ એને આસન પર બેસાડો અને તમે પોતે ભૂમિ પર બેસો; એમ કરવાથી જ એ વિદ્યા) આપને વિષે સંક્રમણ કરશે; કારણ
૧૭૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #188
--------------------------------------------------------------------------
________________
કે જળ પણ ઉચ્ચ ભૂમિથી નીચી ભૂમિ તરફ જાય છે.” એ પરથી મહીપતિએ વિદ્યાને અર્થે ક્ષણવાર એમ કર્યું; કારણ કે પોતાના કાર્યને અર્થે લોકો પ્રણત નથી થતા શું ? પછી “હવે તો એ આપનો વિદ્યાગુરુ થયો માટે એને છોડી દો” એમ કહીને અભયકુમારે એ માતંગપતિને મગધેશ્વર પાસેથી મુક્ત કરાવ્યો; અથવા તો કળા વડે એક વાર તો મોટી આપત્તિમાંથી પણ છુટી જવાય છે. હવે અહીં માતંગપત્ની પણ, મારો દોહદ નહોતો પૂરવો” એમ નિરંતર ચિંતવન કર્યા કરતી હતી એવામાં તો એનો પતિ પારધીના હાથમાંથી છૂટી આવેલા ભુંડની જેમાં અક્ષતઅંગે પાછો આવ્યો.
હવે મગધનાથ શ્રેણિકનારેશ્વર અભયકુમારની બુદ્ધિથી નિષ્ફટક થયેલી એવી રાજ્યલક્ષ્મીનું પાલન કરવા લાગ્યા. એવામાં સૂર અને અસુરોને પણ જેમના ચરણકમળ પૂજવા લાયક છે એવા શ્રીમાન વીરતીર્થંકર પુનઃ ત્યાં આવીને સમવસર્યા. એટલે ઉદ્યાનપાલકે આવીને રાજાને જિનભગવાન આવ્યાની વધામણી દીધી. રાજાએ પણ એને દારિદ્રરૂપી કંદના અંકુરને ઉમૂલન કરનારું એવું દ્રવ્યનું ઈનામ આપ્યું.
પછી તેજસ્વી, વાંકી ડોકવાળા, ઉન્નત સ્કંધવાળા અને સ્નિગ્ધ કેશયાળવાળા, જિનેશ્વર ભગવાનના આગમનની વાત સાંભળીને જાણે હર્ષસહિત નૃત્ય કરતા એવા, વિસ્તારયુક્ત પૃષ્ટ પ્રદેશવાળા, અસ્કૂલ મુખવાળા, સીધા કાનવાળા, તથા વાયુ અને અંત:કરણની જેવા વેગવાળા એક ઉત્તમ અશ્વ પર આરૂઢ થઈને મગધપતિ-શ્રેણિક મહીપાળ પ્રભુને વંદન કરવા ચાલ્યો; અથવા તો એના ભાગ્યની તો હવે સીમા જ રહી નહીં. જેમના હાથને વિષે સુંદર ખગો નાચી રહી હતી તથા વિશાળ. વજો પણ શોભી રહ્યાં હતાં એવા આગળ-પાછળ તથા બંને બાજુએ ચાલતા ઊંચા શ્રેષ્ઠ પદાતિ (પાળા)થી; સિંદૂરના સમૂહને લીધે રક્ત છે કુંભમંડળ જેમના એવા, પવનથી હાલતા મેઘ જેવા હસ્તિઓથી; સૂર્યના અશ્વોનો પણ જાણે હેષારવથી ઉપહાસ કરનારા એવા તરગોથી, તથા જંગમ પ્રાસાદો હોય એવા ઘંટા-પતાકા અને કળશવાળા રથોથી વિરાજમાન એવો નરેશ્વર જાણે પૃથ્વી પર ઉતરેલો સ્વર્ગપતિ-ઈન્દ્ર જ હોય નહીં
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૭૩
Page #189
--------------------------------------------------------------------------
________________
એમ ચાલવા લાગ્યો. તે વખતે સામંતોના મસ્તક પર રહેલા કલગીઓથી રચાયેલા છત્રોની અંતરાળે નરપતિના શીષ પર રહેલું શ્વેત છત્ર નીલકમળોની વચ્ચે આવેલા શ્વેત કમળની પેઠે શોભવા લાગ્યું.
આગળ ચાલ્યા ત્યાં માર્ગને વિષે કોઈએ જન્મતાંવેત જ ત્યજી દીધેલી, સુંદર આકૃતિની, માર્જર-ઉંદર-સર્પ તથા શ્વાનના શવ કરતાં પણ અત્યંત દુર્ગધ મારતી એક બાલિકા પડેલી હતી. રણક્ષેત્રને વિષે પણ કદાપિ પાછી પાની ન કરતા એવા સૈનિકો એની દુર્ગધથી નાસિકા બંધ કરીને ગંધહતિના ગંધથી બીજા હસ્તિઓ નાસી જાય તેમ, ક્ષણમાં ભાગી જવા લાગ્યા. રાજાએ પૂછ્યું-અરે ! આ શું થયું ? એટલે એક જણે કહ્યું- હે રાજન ! અહીં એક સાક્ષાત પાપની માળા હોય નહીં એવી અત્યંત દુર્ગધ મારતી બાળા પડેલી છે. પછી ભૂપતિએ જાતે એને જોઈ પણ એને તો લેશમાત્ર પણ જુગુપ્સા થઈ નહીં. પછી “મારે એનું ચરિત પૂછવું પડશે.” એમ વિચારતો આગળ ચાલ્યો. સમવસરણને વિષે પહોંચી જિનભગવાનનને વંદન કરી રાજાએ પૂછ્યું-હે સ્વામિ ! આજે મેં માર્ગને વિષે જે બાળિકા જોઈ એણે શું કર્મ કર્યું હશે કે જેથી એ લસણની જેમ દુર્ગન્ધભાવને પામી છે ? એ પરથી શ્રી વીરજિનેન્દ્ર જનસમૂહને બોધ થાય એવા હેતુથી કહેવા લાગ્યા :
પર્યન્તદેશને વિષે શાલિગ્રામ નામના ગામમાં ધનમિત્ર નામનો ધનાઢ્ય વણિક રહેતો હતો; અથવા તો સ્થળને વિષે શું કમળો નથી હોતાં ? એ ધનમિત્રને જંગમ વનલક્ષ્મી હોય નહીં એવી ધનશ્રી નામની પુત્રી હતી. અન્યદા એના પિતાએ ગ્રીષ્મકાળને વિષે એનાં લગ્ન આરંભ્યાં; તે વખતે યુગ પ્રમાણ ભૂમિને વિષે દષ્ટિ દઈ ચાલતા એવા, એક અતિ શાંત અને દાંત મુનિએ તે શ્રેષ્ઠીના ગૃહને વિષે ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. એમના દક્ષિણ હસ્તને વિષે એક જાડી યષ્ટિકા હતી; અને એમના ચરણની આંગળીઓના વધી ગયેલા નખ જાણે મદોન્મત્ત કામદેવરૂપી હસ્તિને ભેદવાને અંકુશો હોય નહીં એવા જણાતા હતા.
૧. સિમાડે આવેલો દેશ,
૧૭૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #190
--------------------------------------------------------------------------
________________
સત્યને વિષે અનુરક્ત છતાં એ જનાર્દન નહોતા, અને મળ (કર્મમળ)થી મુક્ત છતાં પણ મળયુક્ત (મલીન શરીરવાળા) હતા.
શેઠે એના બધુઓ સહિત મુનિને નમસ્કાર કર્યો અને પુત્રીને કહ્યું- હે પુત્રી ! તારા વિવાહમંગળને વિષે આજે મુનિરાજ પધાર્યા એ આળસુને ઘેર ગંગા આવી છે; માતંગના ગૃહને વિષે સ્વર્ગથકી ઐરાવણ ઉતર્યો છે; વૈતાદ્યપર્વતની ગુફાને વિષે મણિના દીપકનો ઉદ્યોત થયો છે; દરિદ્રીને ઘેર રત્નનો વરસાદ વરસ્યો છે અને મરૂભૂમિને વિષે કલ્પતરૂ ઉગ્યો છે. એક તો પર્યન્તદેશને વિષે અને વલી તારા વિવાહ જેવા મંગળિક સમયે આમ ઓચિંતા મુનિરાજ પધાર્યા છે માટે એમને વિવિધ અને મનહર એષણીય અન્નપાનથી પ્રતિલાભ. એટલે જેણે શરીર પર ઉત્તમ સુવર્ણાલંકાર ધારણ કર્યા છે, શ્રીખંડ-કર્પર આદિથી વિલેપના કર્યું છે તથા શ્રેષ્ઠ વસ્ત્ર પહેર્યા છે એવી એ હર્ષસહિત મુનિને ભિક્ષા આપવાને આગળ આવી. એવામાં એમનાં પ્રસ્વેદવાળા અંગવસ્ત્રના મળના ગંધે, જાણે આગળ જતાં પણ એને વિષે રહેવાનું છે માટે એવા પોતાના (ભવિષ્યના) વાસસ્થળને જોવાને ઉત્સુક હોય નહીં એમ, એને વિષે પ્રવેશ કર્યો. એટલે શૃંગારને વિષે મૂઢ એવી એ બાળાએ નાક મરડ્યું અને વિચાર્યું કે-જિનેશ્વર ભગવાને સકળ જગના સંદેહને નિવારવાવાળો એવો સર્વ રીતે સુંદર ધર્મ પ્રરૂપ્યો છે; પણ અચિત્ત જળથી યે સ્નાન કરવાનું કહ્યું હોત તો તેથી શું દૂષણ થાત ? આવા ચાક્રિકની જેવા કલેશ પામતા અને ચોંટતા આવતા, શરીરે શામાટે ભમ્યા કરવું જોઈએ ?
(વીરભગવાન્ કહે છે-હે શ્રેણિકરાજા !) આ પ્રમાણે પોતાની બુદ્ધિએ કલ્પિત એવા સંકલ્પ-વિકલ્પ કરતી એ બાલિકાએ એ વખતે ધ્યાનાનુસારે દુર્ગન્ધરૂપી કુકર્મને દુ:સહ એવું કર્મ ઉપાર્જન કર્યું. અનુક્રમે એની આલોચના લીધા વિના કાળધર્મ પામીને આજ નગરમાં ગણિકાના ઉદરને વિષે ઉત્પન્ન થઈ. એ ગર્ભમાં આવી ત્યારે એની માતાને વૈરિની
૧. કૃષ્ણ, વિષ્ણુ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૭૫
Page #191
--------------------------------------------------------------------------
________________
લક્ષ્મી જોવાથી જ હોય નહીં એમ દુઃખ ઉત્પન્ન થયું. એણે ગર્ભપાત કરવાને તીવ્ર ઔષધિઓ ખાધી પરંતુ સર્વ નિષ્ફળ ગઈ; અથવા તો નિકાચિત આયુષ્યને તોડવાને કોઈ સમર્થ નથી. આજે જ એ વેશ્યાએ પૂર્વભવના કર્મને લીધે દુર્ગધથી ભરેલી એવી આ પુત્રીને જન્મ આપીને એને, પાકી ગયેલા વ્રણના પરૂની જ જેમ તલ્લણ માર્ગને વિષે ત્યજી દીધી છે. એ સાંભળીને પુનઃ મહીપાળે ભગવાનને પૂછ્યું- હે પ્રભુ! એ વેશ્યાની પુત્રી છે એજ ઓછું દુઃખ નથી; એને એથી વધારે દુઃખ શા વાતે ભોગવવું પડે છે ? કારણ કે નારકીના જીવ સિવાય અન્ય કોઈ જીવ એકાંત દુઃખી નથી. સ્પષ્ટ છે વિકાસ જેનો એવા કેવળજ્ઞાનથી સકળલોકના વિસ્તારને નીરખતા એવા પ્રભુએ કહ્યું-એણે પૂર્વે કરેલું સર્વ પાપ ભોગવી લીધું છે; અને હવે એ સુખ ભોગવશે, તે કેવી રીતે તે તું સાંભળ
આઠ વર્ષ પર્યન્ત એ તારી અતિપ્રિય પટ્ટરાણી થઈને રહેશે. કારણ કે સાળવીએ વણેલું એવું પણ સુકોમળ વસ્ત્ર રાજાઓને ભોગવવા લાયક નથી શું ? ત્યારે મહીપતિએ કૌતુકને લીધે પૂછ્યું-પણ હે જિનેશ્વર ! મને એની શી રીતે ખબર પડે ? અતીત-અનાગત અને વર્તમાનના જાણનારા એવા ભગવાને ઉત્તર આપ્યો-હે પૃથ્વીપતિ ! તું હર્ષસહિત તારી રાણીઓ સાથે ક્રીડા કરતો હોઈશ તે વખતે જે તારી પીઠ પર લીલાએ કરીને પર્યાણ માંડીને ચઢી જાય તેને જ તું આ ધારજે.” પ્રભુનું આવું કહેવું સાંભળીને કુતૂહલથી આકર્ષાતું છે મન જેનું એવો શ્રેણિકરાજા-અહો માનસરોવરની હંસીની જેમ, એ કેવી રીતે મારી પ્રિયવલ્લભા થશે ?- એવા વિચારમાં તીર્થકર મહારાજાને વંદન કરીને પોતાને આવાસે ગયો.
હવે અહીં માર્ગને વિષે જતી કોઈ મહીયારીએ એ બાળિકાને જોઈને વિચાર્યું-અહો આ તે દેવાંગનાએ પડતી મૂકેલી કોઈ દેવકન્યા છે કે પૃથ્વીમાંથી નીકળેલી એની (પૃથ્વીની) પુત્રી છે ? મારે કંઈ સંતતિ નથી તેથી હું એને લઈ લઉં, તો એ મારી પુત્રી થશે; કારણ કે જેને પોતાનું આભૂષણ નથી હોતું તે શું પારકું લાવીને નથી પહેરતો ?
૧૭૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #192
--------------------------------------------------------------------------
________________
અહો ! મૃત્યુથી રક્ષણ કરવાને સમર્થ એવા વિધાતાએ નિશ્ચયે મારે જ માટે આ માર્ગને વિષે માર્જર-ઉંદર-ગીધ-વાયસ-ક્રોડ આદિ માંસાહારી પ્રાણીઓથી એનું રક્ષણ કર્યું છે.” એમ નિશ્ચય કરીને એણે એક નિધાનની પેઠે એને ઊંચકી લીધી અને હર્ષપૂર્વક ઘેર લઈ ગઈ. ત્યાં તેને પોતાના જ ફરઝંદની જેમ એનું પાલનપોષણ કરવા લાગી; અથવા તો માણસને અહીં ક્યાંયથી પણ લાભ મળી જ રહે છે એમ ઉછરતી એ કન્યા અનુક્રમે બાલ્યાવસ્થા અને પછી કૌમારાવસ્થા અનુભવીને યૌવનવયને પામી; કારણ કે પ્રથમ સાહિત્ય તથા વ્યાકરણને વિષે બોધ થયા પછી ઉજ્વળ એવા પ્રમાણશાસ્ત્રનું અવગાહન થઈ શકે છે. નિરંતર ધૃત-ક્ષીર-દહીં-શેરડી આદિના ભોજનથી તેનું શરીર અતિ પુષ્ટ થયું; અથવા તો ઉત્તમ ગોચરને વિષે સુખે કરીને ચર્યા કરતી ગાયો પણ પુષ્ટ થાય છે.
પછી એકદા એ પોતાની માતાની સાથે શૃંગાર લીલાના રસના રંગમંદિર સમાન એવા કૌમુદી મહોત્સવને જોવાને અર્થે નગરમાં આવી. આચ્છાદન વસ્ત્રથી ઢાંકી દીધું છે સર્વ અંગ જેમણે એવા શ્રેણિકરાજા અને અભયકુમાર પણ ગુપ્ત રીતે એ રાત્રિના લોક મેળાને વિષે આવ્યા; કારણ કે એમ કરવાથી સર્વ કૌતુક યથેચ્છ પ્રકારે જોઈ શકાય છે. ત્યાં જનો સર્વે પોતે પોતાનાં, પારકે પારકાનાં, મોટે મોટાના, બાળકે બાળકોનાં, યુવાને યુવાનોનાં અને સ્ત્રીએ સ્ત્રીઓનાં, એમ સર્વત્ર પોતપોતાનાં વિભાગમાં વહેંચાઈ જઈ અહમિદ્રોની જેમ રહ્યા હતા. આ મહોત્સવને વિષે રાસડો લેતી સ્ત્રીઓને જોવાની ઉત્કંઠાવાળા માણસોની, તીર્થને વિષે યાત્રાના ઉત્સવને દિવસે થાય તેવી મહાઠઠ જામી હતી.
એ વખતે પેલી ભરવાડપુત્રી રાજાના ખભા પર પોતાનો હાથ નાંખીને કૌતુક જોવામાં પડી. રાજા પણ પોતાની ચર્ચા કોઈ ન જાણે એમ એ કુમારિકાના ભારને સહન કરતો ઊભો રહ્યો. પણ એના અંગના સ્પર્શથી, નિરંતર નિરંકુશ એવો કામદેવ જાગૃત થયો; કારણ કે સૂર્યની મૂર્તિના કિરણના યોગથી સૂર્યમણિ થકી અગ્નિ નથી ઉત્પન્ન થતો શું ? એ પરથી કામદેવને લીધે વિહવળ થયું છે ચિત્ત જેનું એવા
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
999
Page #193
--------------------------------------------------------------------------
________________
મહીપતિએ વિચાર કર્યો કે-આ કુમારિકાનું સુંદર શરીર સહકારતરૂના પલ્લવ અને શિરીષના પુષ્પ કરતાં પણ અધિક કોમળ છે. તેથી એને શોધી કાઢીને પણ જો હું એને પરણીશ તો સર્વ લોક એમ જાણશે કે લોલુપ ઈન્દ્રિયોવાળો રાજા જે જે રૂપવતી સ્ત્રીને જુએ છે તે સર્વની વાંછા કરે છે. માટે કોઈ બીજે પ્રકારે એને ગ્રહણ કરું” એમ વિચારીને ભૂપતિએ પોતાની મુદ્રિકાને, જાણે પોતાનું સાક્ષાત્ ઉત્સુક હૃદય હોય નહીં એમ, તેને વચ્ચે બાંધી દીધી.
પછી મહીપાળે અભયકુમારને કહ્યું-હે વત્સ ! આપણે બેઠા એવા જ ઠગાયા છીએ-કોઈ મારી મુદ્રિકા ચોરી ગયું છે અને કૌતુક તો બીજે દ્વારે થઈ જતું રહ્યું છે. આ અંગુઠી ગઈ તેથી મારા આત્માને કંઈ દુ:ખ થતું નથી. પણ સુવર્ણની હાનિ થઈ એજ દુઃખકર છે કારણ કે સોનું જાય એ સારું નથી. માટે વિના વિલંબે એકેક માણસને તપાસ કારણ કે અગાધ એવા જળને વિષે પડતાની સાથે જ જો રત્નને ગ્રહણ ન કરી લઈએ તો તે સદાને માટે ગયું જ સમજવું. એ પરથી રાજપુત્રે, શેત્રંજને વિષે એક હુંશિયાર રમનાર પોતાની સોગઠીઓથી સામાવાળાની સોગઠીઓની ચાલ બંધ કરી દે છે તેમ, પોતાના માણસોથી લોકોના જવા આવવાના દ્વાર બંધ કરાવ્યા; અને પૂર્વે દ્વારિકાનગરીની પેઠે ટોળામાંથી ઉત્કૃષ્ટ, સામાન્ય કે જઘન્ય લક્ષણના અકેક માનવીને બહાર કાઢવા લાગ્યો. અને એ લોકોનાં અનુક્રમે મસ્તક પ્રમુખ સર્વ સ્થાનોને એ વિચક્ષણ મંત્રીશ્વર, હસ્તલિખિત લેખને શોધનાર એવો પુરુષ અક્ષરોના સ્થાનોને તપાસે તેમ, બરાબર તપાસવા લાગ્યો. એ પ્રમાણે દરેક માણસને બારીક રીતે તપાસતાં ભરવાડની પુત્રીના વસ્ત્રમાં રાજાની અંગુઠી જોવામાં આવી; કારણ કે મન દઈને કામ કરનારની નિશ્ચયે સિદ્ધિ થાય છે.
પછી રાજકુમારે એ કુમારિકાને કહ્યું-અરે ! તેં રાજાની મુદ્રિકા કેવી રીતે ચોરી લીધી ? તું દેખાય છે તો નાની, પણ તારા પરાક્રમ મોટા છે એ એક આશ્ચર્ય છે ? એ બાળ કન્યા એ તો કાન પર હાથ મૂકીને કહ્યું-હે સ્વામી ! હું એમાંનું કશું જાણતી નથી. મેં એ ચોરી હોય, કે ચોરાવી હોય અથવા એ કાર્યમાં મારી દૃષ્ટિની સંજ્ઞા
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૭૮
Page #194
--------------------------------------------------------------------------
________________
પણ હોય તો સર્વ લોકપાળો અને દશે દિગપાળો એ મારું ચેષ્ટિત જાણતા હશે તેથી હું કહો તો વિષમ એવું પણ દિવ્ય કરું અથવા વિશ્વાસયુક્ત એવા દેવતાનો સ્પર્શ કરું.” એ સાંભળી કુમારે તો જાણ્યું કે આના શરીરની ગૌરતા-તેજ-લાવણ્ય અને સુંદર આકૃતિથી અનુરાગી થઈને પિતાએ જ આ કાર્ય કર્યું હશે, નહીં તો એની આવી દઢતા ક્યાંથી હોય ? પણ એણે એને તો એમ કહ્યું કે-બહેન ! તું સત્ય કહેતી હોઈશ તથાપિ આ ચોરીની વસ્તુ તારી પાસે જોવા છતાં હું તને કેવી રીતે છોડી શકું ? માટે હમણાં રાજા પાસે ચાલ ત્યાં એમને આ વાત જણાવ્યા પછી સર્વ સારું થશે” એમ એને સમાશ્વાસન આપીને રાજા પાસે લઈ ગયો. કારણ કે સુપુત્રો હંમેશાં પિતાની ઈચ્છા પ્રમાણે ચાલનારા હોય છે.
પુત્ર ત્યાં જઈ પિતાને પ્રણામ કરી ઊભો રહ્યો એટલે રાજાએ કહ્યું- હે બુદ્ધિરૂપી કમલિનીને સૂર્ય સમાન એવા પુત્ર ! તે ખરેખર આ તસ્કરરાજને પકડી કાઢ્યો જણાય છે; નહીં તો મુખ પર આવી રક્તતા ક્યાંથી હોય ?” હાજર જવાબી પુત્ર-મંત્રીશ્વરે કહ્યું-હા પિતાજી જેણે આપના મનની સાથે આ મુદ્રા પણ ગ્રહણ કરી છે તે આ જ ચોર.” નરપતિએ જરા હસીને કહ્યું- હે સુપુત્ર ! સત્ય છે; નિશ્ચયે એમજ છે. ગમે તેમ કરીને પણ હું એ સ્ત્રીને પરણવાને ઈચ્છું છું; કારણ કે હલકા કુળમાંથી પણ સ્ત્રીરત્નને ગ્રહણ કરવું એમ કહ્યું છે. પછી રાજપુત્રે એ કુમારીકાના ભયાતુર માતપિતાને બોલાવીને કહ્યું-તમારી પુત્રીએ રાજાની વીંટી ચોરી છે; કારણ કે લોભને લીધે માણસ શું નથી કરતો ? માટે જો તમે તમારી પુત્રી રાજાને આપો તો તમારો છૂટકો થાય; અન્યથા નહીં. માટે જલદી વિચાર કરીને યોગ્ય લાગે તેમ કરો; કારણ કે બાળક અપરાધ કરે છે તો તેની શિક્ષા તેના માબાપને થાય છે” એ પરથી એ કન્યાના માતાપિતાએ વિચાર્યું–શક્તિથી કે ભક્તિથી પણ રાજા આપણી પુત્રીને જરૂર લઈ લેવાનો છે. માટે આપણે પોતે જ એને એ દેવી. કારણ કે હસતાં છતાં કે રડવા છતાં પણ પરોણો જ્યારે આવવાનો જ છે ત્યારે હસતાં છતાં આવે એજ સારો.” એમ વિચાર કરીને અંજલિ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૭૯
Page #195
--------------------------------------------------------------------------
________________
જોડી એઓ બોલ્યાં
આ વસ્તુ નિશ્ચયે રાજની જ છે; કાગડાના માળામાં કોયલ ઉછરે છે તેમ અમારા ઘરમાં તો માત્ર એ ઉછરી જ છે. વળી, અમારી પુત્રીને એક રાજા જેવો વર મળે તો પછી અમારે ત્રણ ભુવનને વિષેથી કઈ વસ્તુ અલભ્ય રહી ? કારણ કે હવે તો અમને નવે નિધાન અને ચૌદ રત્ન પ્રાપ્ત થયાં ! અમારી પુત્રીને એક ભૂપતિ વર મળશે એવું અમે સ્વપ્નને વિષે યે ધાર્યું ન હોતું. કારણ કે કવચિત કદા પણ સ્ત્રીને ઈન્દ્ર પતિ પ્રાપ્ત થાય એવી કોઈ સંભાવના કરે ખરું ? માટે આ ઉત્તમ આચરણવાળી કન્યાને આપ એવી રીતે ગ્રહણ કરો કે એની બહેન રાજ્યલક્ષ્મીની સાથે રહે; અને અમે પણ કાશ્યપ મુનિની પેઠે આપના શ્વશૂરપણાને પામીએ.” પછી મહીપાળે એ કન્યાનું અતિ હર્ષ સહિત પાણિગ્રહણ કર્યું. અથવા તો આ પૃથ્વીને વિષે ગમે તેવી ઈચ્છા થાય તે રાજાને જ શોભે છે. પછી મગધરાજે કુલવાન્ એવી ચેલ્લા પ્રમુખ રાણીઓને વિષે પણ એને, અનુરાગને લીધે, પટ્ટરાણીનું પદ આપ્યું; કારણ કે પ્રેમવિહવળ માણસ કુલ-અકુલ જોતો નથી.
- હવે એ નવોઢા રાણીની સાથે સ્નેહને લીધે મનોહર એવા પાંચ પ્રકારના વિષય ભોગવતાં રાજાને શિયાળાના દિવસની જેમ આઠ વર્ષ ઝટ વહ્યાં ગયાં. એકદા એ હાર-જીત કરાવનારા પાસાઓ-વતી સર્વ રાણીઓની સાથે, ઈન્દ્ર રંભા પ્રમુખ દેવીઓની સાથે ક્રીડા કરે તેમ, હર્ષસહિત ક્રીડા કરવા લાગ્યો. ક્રીડાને વિષે સર્વેએ એવું પણ કર્યું કે જે જીતે તે હારનારની પીઠ પર બેસે; કારણ કે ઘુતને વિષે રાજા અને રંક બંને સરખા છે. પછી જ્યારે અન્ય સર્વ રાણીઓ જીતતી. ત્યારે પોતાનો જય થયો એમ સૂચવવાને પોતાના વસ્ત્રનો પ્રાંતભાગા રાજાના શરીર પર નાખતી; કારણ કે સર્વ ચેષ્ટા કુલને અનુસરીને હોય છે.
પણ જ્યારે પેલી વેશ્યા પુત્રી જીતી ત્યારે, ધિક્કાર છે તેને કે અન્ય રાણીઓની ઉત્તમ ચેષ્ટા જોઈ હતી છતાં પણ તક્ષણ મહીપતિની પીઠ પર ચઢી બેઠી; કારણ કે પોતાનો જે મૂળ સ્વભાવ હોય છે તેજ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૮૦
Page #196
--------------------------------------------------------------------------
________________
આગળ થાય છે. ભૂપાળની પૃષ્ટ પર રહેલી એ “હે નાથ, નીચ એવી છતાં પણ હું આપની કૃપાથી ઉચ્ચપદને પામી છું; તો હવે આપ મને એથી પણ અધિક પદ અપાવો” એમ જાણે સૂચવતી હોય નહીં. આ વખતે તીર્થંકર મહારાજનું વચન યાદ આવવાથી મગધનાથ શ્રેણિક નરેશ્વરને હસવું આવ્યું. એટલે પેલી રાણીએ પીઠ પરથી ઉતરીને પતિને ઉપહાસનું કારણ પૂછ્યું; કારણ કે મહંતપુરુષો અકારણ હાસ્ય કરતા નથી. રાજાએ કહ્યું-હે પૂર્ણિમાના ચંદ્રમાના વ્યાધિને વૃદ્ધિ પમાડનાર મુખકમળવાળી સ્ત્રી ! એ તો સહેજ લીલાએ કરીને હસ્યો હતો; કારણ કે આપણી પોતાની ગોષ્ઠીને વિષે જેમ કરવું હોય તેમ થાય છે. પણ મધુર શબ્દો બોલતી એ રાણીએ પુનઃ રાજાને કહ્યું-હે પ્રાણનાથ ! હું આપને સત્યભાવથી પૂછું છું; અને આપ તો મારા એ વચનને હસવામાં કાઢી નાંખો છો. માટે કૃપા કરીને મને ખરું કહો.” આમ આગ્રહ લઈને બેઠી. ખરું છે કે સ્ત્રીઓનો આગ્રહ કીડીના ગ્રહ કરતાં પણ વધે છે.
પછી રાજાએ તેને, જિનેશ્વર ભગવાને કહેલું તેનું પૂર્વજન્મથી આરંભીને પૃષ્ટરોહણ પર્યન્ત યથાસ્થિત ચરિત અર્થતિ કહી સંભળાવ્યું. અહો ધન્ય છે તેણીને કે પતિના મુખથકી એવું પોતાનું ચરિત્ર સાંભળીને તેણીને સંસાર પર વૈરાગ્ય થયો. મોટો એવો પણ વૈરાગ્યનો હેતુ દેખાય છે; અને તે પણ કોઈ વિરલાને જ પ્રાપ્ત થાય છે. “અહો ! જિનધર્મની હીલના દુ:ખદાયક છે. કારણ કે પૂર્વભવને વિષે આવા શ્રાવકના કુળને વિષે જન્મ પામેલી હતી; છતાં પણ ધિક્કાર છે મને કે આ વખતે સમસ્ત કુળોને વિષે અધમ એવા વેશ્યાના કુળને વિષે ઉત્પન્ન થઈ. કસ્તુરીચંદન અને કપુરના વિલેપનથી સુગંધમય થયા છતાં પણ હા ! હું અપવિત્ર-પરૂ આદિ પદાર્થોથી વિષમ એવા દુર્ગન્ધભાવને પણ પામી માટે જેઓ અજ્ઞાનભાવથી પણ મુનિને દુહવે છે, નિન્દે છે કે હીલના કરે છે તેઓ નરક-તિર્યંચની યાતનાને ભોગવીને માતંગ-ડોંબ આદિ જાતિને વિષે ઉત્પન્ન થાય છે; તો મુનિની હીલનાનું ફળ જાણવા છતાં પણ જેઓ એમને એ પ્રમાણે સ્ખલના કરે છે તેમના જેવા બિચારા અબ્રહ્મ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૮૧
Page #197
--------------------------------------------------------------------------
________________
તને ધન્ય શિષ્યા થઈશ જાણીએ છીએ મારી પ્રભુતા પહદ્ધરી શકતા
હિંસા આદિને વિષે મગ્ન પ્રાણીઓનું તો શું જ થતું હશે ?
માટે હવે તો હું દુઃખરૂપી વનને બાળીને ભસ્મ કરનારું એવું ચારિત્ર જ ગ્રહણ કરું” એમ હર્ષસહિત વિચાર કરીને રાણીએ રાજા પાસે દીક્ષાને માટે રજા માગી; અથવા તો મહંતજનોનું ચિંતવન સંધ ફળીભૂત થાય છે. મારું ઐહિક જીવન આપના પ્રસાદથી જ હતું; હવે મને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે માટે હે પ્રાણનાથ ! હું હવે આવતા. ભવને સાધીશ; કારણ કે સત્સંગ છે તે ઉભય લોકને સાધનારો છે. કૃપા કરીને મને રજા આપો કે જેથી હું સત્ર શ્રી વીર ભગવાન પાસે જઈને મોક્ષસુખ પ્રાપ્ત કરાવનારી એવી દીક્ષા ગ્રહણ કરું; કારણ કે શક્તિ હોય છતાં કયો માણસ પોતાના બંધનને નથી તોડતો ?
રાજાએ કહ્યું-“જેનાં બુદ્ધિરૂપ નેત્ર ઉઘડ્યાં છે એવી હે સ્ત્રી, તને ધન્ય છે. તું પૃથિવીને વિષે પુણ્યનું ભાજન છે; કારણ કે તું શ્રી વીરપ્રભુની શિષ્યા થઈશઃ અથવા તો કલ્પદ્રુમની ચાકરી પણ કોને મળે છે ? અમે “સત્ય શું છે'એ જાણીએ છીએ છતાં પણ પાપાચરણ ત્યજતા. નથી. કાળભોગના નશ્વરપણાને લીધે અમારી પ્રભુતા પણ ક્ષણિક છે. અમે વાડા થકી વૃદ્ધ આખલાની જેમ પાપ થકી આત્માને ઉદ્ધરી શકતા નથી. હે સુંદરિ ! તારા વિઘ્ન દૂર થાઓ અને તું તારું મનવાંછિત સારી રીતે સાધ. એમ કહીને ભૂપતિએ તેણીને રજા આપી. કારણ કે એ વિષ્ણુની પેઠે, દિક્ષા લેવાને ઉત્સુક એવા જનને નિષેધ કરતો નહીં. પછી રાજાએ સુંદર મહોત્સવ આદરાવ્યો અને રાણીએ પ્રણયિજનને પ્રમોદ આપનારું એવું દાન દેવા માંડ્યું. ત્યારપછી નિવૃત્ત થયું છે મન જેનું એવી એ રાણીએ દિક્ષા ગ્રહણ કરી.
હવે વૈભારગિરિની ગુફાને વિષે ન્યાય માર્ગને ઉલ્લંઘીને આચરણ કરનારો કલિકાળનો બધુ લોહખુર નામનો ચોર વસતો હતો. અથવા તો એવા ધિક્કારવા લાયક પાપાત્મા પુરુષોને નિર્જનસ્થળને વિષે પ્રીતિ હોય છે. ભાગ્ય અને બળ-એ બંનેનો પણ એકજ સ્વામી એવો એ. એ બંનેની સંધિ કરાવતો છતાં પણ નગરને વિષે સંધિનો ભેદ કરી ઘરોમાં ખાતર દઈ દ્રવ્યવાન લોકોનાં ઘર ભાંગીને નિત્ય ચોરી કરવા
૧૮૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #198
--------------------------------------------------------------------------
________________
લાગ્યો. એણે લોભને વશ થઈને એકદમ અર્થનો સંચય કરવાને વૈભારપર્વતની ભૂમિને ગુફામય બનાવી દીધી હતી. અસ્થિ (હાડકાં)ની છે ખુર (ખરી) જેને એવાઓ પણ પૃથ્વીને ખોદવાને ઈચ્છે છે તો આ તો લોહખુર એટલે લોઢાની ખરીવાળો કહેવાયો માટે એ એને કેમ ના ખોદે ? એને અન્ય અનેક વૃત્તિ હતી, પણ ચોરીની વૃત્તિ પર તે અત્યંત પ્રીતિ ધરાવતો હતો; અથવા તો ભુંડ તો ઉત્તમ એવા પણ ભોજનનો ત્યાગ કરીને પુરીષને વિષે જ અનુરક્ત રહે છે.
એ લોહખુરને, શુક્રવારની સાથે (પત્ની તરીકે) જોડાયલી રોહિણી જ જેમ, તથા ચંદ્રમાની પણ રોહિણી જ જેમ, તેમ, મનુષ્યમાત્રનો વૈરિભૂત-એવો જે-ક્રોધ-તેનું અવરોહણ કરનારી (તેને ઉતારનારી) રોહિણી નામે અતિમાન્ય સ્ત્રી હતી. લોહખુરને આ રોહિણીની કુક્ષિએ રોહિણેય નામનો પુત્ર થયો. એ સંચાર કરતો (જતાં આવતાં) કદી એના અમિત્રમંડળની દષ્ટિએ પડતો નહી માટે ચંદ્રમા કરતાં પણ અધિક હતો. પિતાના જેવું જ રૂપ, અને પિતાના જેવા જ સમસ્ત ગુણોને લીધે એ જાણે બીજો લોહખુર હોય નહીં એવો દેખાતો હતો; અથવા તો પુત્રો પ્રાયઃ પિતાના જેવા જ હોય છે.
એકદા એ લોહખુર ચોરે પોતાનો કાળ નજીક આવ્યો જાણી પુત્રને પોતાની પાસે બોલાવ્યો અને આ પ્રમાણે કહ્યું (કારણ કે પોતપોતાના રહસ્ય એકબીજાની સમક્ષ કહેવાનો એ સમય છે) “હે પુત્ર ! નિરંતર તારા સુખનું એકજ કારણભૂત એવું મારું વચન જો તું અવશ્ય માને એમ હો તો હું તે તને કહું; કારણ કે પોતાનું વચન કોણ નિરર્થક ગુમાવે ? આજ્ઞાંકિત પુત્રે ઉત્તર આપ્યો. “હે પિતા ! ઉત્તમ પુત્ર હોય, તે કદાપિ કવચિત પણ પિતાનું વચન ઉલ્લંઘન કરે ખરો ? માટે આપ. જે આજ્ઞા હોય તે ફરમાવો.” એકલા વિનયથી જ પૂર્ણ એવું પુત્રનું બોલવું સાંભળીને હર્ષ પામી દુષ્ટ આશયવાળા લોહખુરે, મોટા પેટવાળો માણસ પોતાની ફાંદ ઉપર જ જેમ, તેમ પુત્રના અંગો પર પોતાનો હાથ ફેરવી કહ્યું- હે વત્સ ! તું આપણા કુળનું એક આભુષણરૂપ છો; અને રઘુપતિ રામચંદ્રની પેઠે પિતાના વિષે આવી ઉત્તમ ભક્તિ પ્રદર્શિત કરે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૮૩
Page #199
--------------------------------------------------------------------------
________________
છે માટે સર્વ લોકને વિષે તું જ એક કલાનિધાન છો.
માટે હે પુત્ર ! આ વીરતીર્થકર મર્યાદિના ત્રણ ગઢને વિષે વિરાજતા છતાં પોતાના ધર્મની દેશના આપે છે તો તું જાણે બહેરો હો તેમ તેમનું વચન કદિ પણ કાને સાંભળીશ નહીં. હે પ્રિય વત્સ એમ છતાં પણ જો કદાપિ તું એ સાંભળે તો એ પ્રમાણે કદી અનુવર્તન કરીશ નહીં. આ પૃથ્વીને વિષે લોકો વિદ્યાથી જ જેમ, તેમ, એમની પાસે કોઈ લોકોત્તર કળા છે એનાથી ઠગાય છે. તુંડને તેમજ મુંડને સર્વતઃ મુંડનારું એવું એમનું વચન જે કોઈ શ્રવણ કરે છે તેને પગબાંધેલા રાસભની પેઠે બ્રહ્મચર્ય પાળવું પડે છે અને રોગીજનની પેઠે લાંઘણો કરવી પડે છે, એટલું જ નહીં પણ એના દ્રવ્યનો વિનાશ થાય છે અને એને ભિક્ષા માગી માગીને ખાવાનો વખત આવે છે. અથવા તો આ વિષે વધારે શું કહું ? એવો માણસ દેહથી-વર્ણથી અને સંપત્તિથી ટળી જાય છે.
તેટલા માટે હે પુત્ર ! એ વીરના વાક્ય શ્રવણ સિવાય બીજું તને જે ગમે તે સર્વદા કરજે. જો તું આ પ્રમાણે પ્રવર્તીશ તો તને સર્વ પ્રકારે સકળવૃદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. મારે તારા જેવો કાર્યદક્ષકુળભૂષણ અને બુદ્ધિશાળી પુત્ર હોવાથી, ધનાઢ્ય અને ગૌરવવાળાને માણસોની જેમ, પાછળ કંઈપણ બીજી ચિંતા નથી.” પુત્રે પિતાના વચના તથાસ્તુ' કહીને સ્વીકાર્યા એટલે પોતાની બુદ્ધિ પ્રમાણે સમાધિ લઈને એ લોહખુર મૃત્યુ પામ્યો; અને એનાં પાપકર્મો એને નીચગતિને વિષે લઈ ગયાં કારણ કે કર્મોને પણ શું ચોરનો ભય હોય ખરો ?
પછી પિતાના દેહનો સંસ્કાર કરી તથા મહા વિસ્તારસહિત એનું ઔર્વદેહિક પણ સમાપ્ત કરી, વ્યવસાય રહિત એવો એ પુત્ર-રૌહિણેય ચોર શોકને વિષે રહેવા લાગ્યો; કારણ કે અંધકારનો નાશ થયે ઘુવડને પણ દુઃખ થાય છે.
અનુક્રમે કાળ જતો ગયો તેમ તસ્કર શિરોમણિ રૌહિણેય શોક ત્યજી દઈને પિતાની જેમ નગરને વિષે ચોરી કરવા લાગ્યો કારણ કે શોક ફક્ત પાંચ દિવસનો જ હોય છે. એવામાં નાના પ્રકારના ગામ૧૮૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #200
--------------------------------------------------------------------------
________________
નગર આદિથી યુક્ત એવી પૃથ્વી પર વિહાર કરી ભવિકજનને પ્રબોધ પમાડતા શ્રીમાન્ મહાવીર જિનેશ્વર એ નગરને વિષે આવી સમવસર્યા. તત્ક્ષણ વૈમાનિક આદિ દેવતાઓએ ત્રણગઢની રચના પ્રમુખ કાર્યો કર્યો છતે ભગવાને, એમનાથી (દેવોથી) નિરંતર સંચાર કરાતા સુવર્ણપદ્મો પર ચરણકમળ મૂકી પૂર્વદિશાને મુખેથી સમવસરણને વિષે પ્રવેશ કરી સિંહાસન પર બેસી મનુષ્ય અને દેવતાઓની પર્ષદાને યોજન પર્યન્ત સંભળાતી વાણી વડે ધર્મદેશના આપી.
તે વખતે નગર તરફ આવવા નીકળેલો રૌહિણેયચોર, ભવ્યપુરુષ વીર્યબળ વડે મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ઓળંગીને ગ્રંથિપ્રદેશ' પ્રાપ્ત કરે છે તેવી રીતે પ્રભુના વ્યાખ્યાનપ્રદેશને પ્રાપ્ત કરતો હતો એટલે પિતાએ ભોળવેલો એવો એ વિચાર કરવા લાગ્યો જો હું પાસે જઈશ તો એની વાણી સાંભળીશ, પણ ત્યારે જવાનો બીજો એકે માર્ગ નથી. તેથી હા ! હું, ઘન એવી જાળને વિષે મત્સ્ય આવી પડે તેમ, મોટા કષ્ટને વિષે આવી પડ્યો છું. વળી જો હું નગરમાં ન જતાં ઘેર પાછો જાઉં તો મારાં સર્વ કાર્યો દરિદ્રીની પેઠે રખડી પડે એમ છે; માટે કાન બંધ કરીને બહેરો થાઉં; કારણ કે કાર્યને વશે શું ઘેલાપણું પણ નથી અંગીકાર કરવું પડતું ? એમ વિચાર કરીને તત્ક્ષણ કાનને ધૃતના કુડલાની જેમ પોતાની આંગળી વડે સજ્જડ રીતે બંધ કરીને, પાછળ જાણે ધાડ આવતી હોય એમ ઉતાવળે પગલે ગામમાં ગયો. એમ માર્ગને વિષે નિરંતર આ પ્રકારે ગમનાગમન કરતાં તેણે કેટલાક દિવસ નિર્ગમન કર્યા. અહો ! ધિક્કાર છે વિપર્યસ્તમતિવાળાઓની આવી ચેષ્ટાને !
એકદા હંમેશની પેઠે એ પ્રકારે ઉતાવળે પગલે જતા એ રૌહિણેયને “તું એમ મોહનિદ્રામાં કેમ સૂઈ રહ્યો છે ? અરે ! જાગૃત થા,” એમ પ્રતિબોધ આપવાને માટે જ હોય નહીં એમ પગને વિષે કાંટો વાગ્યો.
૧. મોહનીય કર્મની સીતેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે; તેને ઓળંગીને-ઓછી કરીને, એક કોડાકોડી સાગરોપમથી કંઈ ઓછીએ આવે ત્યારે જીવ ગ્રંથિપ્રદેશે પહોંચ્યો કહેવાય છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૮૫
Page #201
--------------------------------------------------------------------------
________________
કાંટો ઘણો ઊંડો પેસી જવાથી અત્યંત પીડા પામતો એ એક પગલું પણ આગળ ચાલી શક્યો નહીં; અથવા તો જે વેદનાનું ફળ ઉત્તરકાળને વિષે અતિ સુંદર થવાનું હોય છે તે વેદના પણ પ્રશંસાપાત્ર છે. એટલે એ કાંટાને ખેંચી કાઢવાને તેણે કાનમાંથી થોડો વખત આંગળી કાઢી લીધી; તે જાણે એણે અત્યારસુધી સુગતિને વિષે જવાનાં દ્વાર બંધ કર્યા હતાં તે જાણે હવે ઉઘાડ્યાં હોય નહીં ! કાનમાંથી આંગળી લઈ લઈને એના વડે એ કાંટો કાઢતો હતો તે જ ક્ષણે “દેવતાઓની માળા. કદિ કરમાતી નથી; એમનાં લોચન નિમેષ રહિત હોય છે, અને એમને શરીરે રજ-મળ કે પ્રસ્વેદ એમાંનું કંઈ હોતું નથી.” એવી શ્રી વીરભગવાનની અમૃતમય વાણી, જાણે તે (ચોર)ના શરીરની રક્ષા કરવાને સમર્થ એવા મંત્રાક્ષરો જ હોય નહીં એમ તેના કર્ણરૂપી કોટરને વિષે ઓચિંતી પ્રાપ્ત થઈ. એટલે એ ચોર “અહો ધિક્કાર છે મને કે મેં બહુ સાંભળ્યું; અથવા તો એણે (વીરતીર્થકરે) ચોરી ન કરવા વિષે કંઈ કહ્યું નથી” એમ બોલતાં બોલતાં પોતાના કાન બંધ કરી દીધા, તે જાણે અંદર પેસવા પામેલી સત્યવાત રખે બહાર નીકળી જશે એવા ભયથી જ હોય નહીં ! પછી એ ચોર શિરોમણિ દેવતાની પેઠે પવનવેગે. નગરમાં ગયો અને ત્યાં ચોરી કરીને, ધાન્યના ક્ષેત્રને તીડનો સમૂહ ઉપદ્રવ કરે તેમ અતિશય ઉપદ્રવ કર્યો. ( આ પ્રમાણે નગરને વિષે નિરંતર ચોરી થવા લાગી. એટલે એકદા ત્યાંના સર્વ શેઠીઆઓ મળીને મગધરાજ-શ્રેણિકભૂપાળ પાસે ગયા; અને તેને નમીને હર્ષસહિત તેની પાસે બેઠા; કારણ કે પ્રજાને રાજા પિતાતુલ્ય ગણાય છે. પછી એમણે વિજ્ઞાપના કરી કે “હે મહીપતિ ! તમારી કૃપાથી અમારે કોઈ વાતની ન્યૂનતા નથી; અમારાં હાટ અને ઘર કરિઆણાંથી ભરેલાં છે અને ઉત્તમ સમૃદ્ધિના ભાજન છે. પણ હે રાજા ! હંમેશાં રાત્રિને વિષે ચોરલોકો આવીને ચોરી કરી જાય છે. એથી “વાવે કોક અને લણે કોક” એ જે લોકોને વિષે કહેવત છે તે ખરી પડી છે.” એ સાંભળતાં જ, મોટા સંગ્રામને વિષે તીક્ષણ એવાં શસ્ત્રોના પ્રહારથી પણ કદિ પીડા ન પામતો એવો શ્રેણિકરાજા પણ ચિત્તને વિષે અતિ
૧૮૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #202
--------------------------------------------------------------------------
________________
ખેદ પામ્યો. લાલચોળ નેત્ર કરી લલાટને વિષે ભ્રકુટી ચઢાવી, હોઠ ફફડાવતો એ કોપ કરીને કોટવાળને કહેવા લાગ્યો (કારણ કે શીતળતા જ કેવળ સિદ્ધિ આપનારી નથી).
રાજાએ કહ્યું-અરે ! તું કંઈ તારું અહીં લેણું મૂકી ગયો છે; અથવા કોઈને અન્તરાળે તેં તે કંઈ મને તારો જામીન કર્યો છે, અથવા તું કંઈ મારો પિત્રાઈ થઈને આવ્યો છે, અથવા કંઈ ભાણેજ કે જમાઈ છો જેથી આ પ્રમાણે વૃથા મારો પગાર ખાય છે ? કારણ કે તારી ઉપેક્ષાને લીધે રાજાના માણસો નિ:પુત્રનું (વાંઝીયાનું) ઘર લુંટે તેમ, ચોરલોકો નગરને લુંટે છે. તેં તે અમને શું નિઃસત્ત્વ ધાર્યા કે તું અમારો કંઈ ભય જ રાખતો નથી ? અપરાધ માલમ પડશે તો કોપને લીધે
અમે તને શિક્ષા કરશું.” એ સાંભળીને કોટવાળે નમીને રાજાને કહ્યુંહે નરપતિ ! સર્વ ચોરોને વિષે અગ્રેસર એવો પેલો રૌહિણેય ચોર છે એ નજરે પડે છે છતાં પણ, આ પૃથ્વી પરના ઈન્દ્ર-કેસરિસિંહની પેઠે એ પકડાતો નથી. વીજળીના ઝબકારાની જેમ કુદકા મારીને તે શાળા-ઘર કે બજારને ઉલ્લંઘીને જતો રહેછે અને તેથી જ તે આપણી પોતાની બપોર પછીની છાયાની પેઠે પકડી શકાતો નથી. માટે કૃપા કરી આ મારું કોટવાળપણું આપ પાછું લો; મારે એ જોઈતું નથી. જેનાથી એ સચવાય તેને એ આપો.”
પછી રાજાએ ભ્રકુટીના ઉલ્લાસથી સંજ્ઞા કરેલા અભય-મંત્રીશ્વરે કોટવાળને કહ્યું-તમે ખેદ ન કરો; હમણાં જઈને હસ્તિ-અશ્વ આદિ સૈન્યને સજ્જ કરીને નગર બહાર લાવો. પછી જ્યારે એ ચોરને નગરને વિષે પ્રવેશ કરતાં તમે જુઓ ત્યારે, અજાના લોભને લીધે હાથી અંદર ગયા પછી યંત્રમંદિરને ઘેરી લેવામાં આવે છે તેમ, તમે આદરથકી નગરની આસપાસ ફરી વળજો. તેથી કટકને જોઈને ત્રાસ પામેલો એવો એ, જળના મોજાના વેગથકી ઉછાળેલો મત્સ્ય ક્ષણમાત્રમાં સમુદ્રના તટ પર જ પડે છે તેમ, તરત જ નગરની બહાર પડશે. એટલે તમે પછી જાળને વિષે મૃગને પકડવામાં આવે છે તેમ એને પકડી લેજો.” એ સાંભળી “બહુ સારું” એમ કહી એમનું વચન અંગીકાર કરી કોટવાળ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૮૭
Page #203
--------------------------------------------------------------------------
________________
ચોરને પકડવાને માટે સર્વ તૈયારી કરવા ગયો. પછી રાજાએ પણ નગરજનોને “હવે તમે આકુળતા ત્યજી દઈને ઘેર જાઓ; ચિંતા ન કરશો” એમ કહીને આશ્વાસન આપ્યું; કારણ કે નીતિશાળી પુરુષોનું એજ તાન હોય છે.
પછી કોટવાળ પોતાની સકળસેનાને લઈને નગરની બહાર આવ્યો છે તે દિવસે પેલો રૌહિણેય ચોર તો કોઈ ગ્રામાન્તરે ગયો હતો. પણ રાત્રિએ ત્યાંથી પાછો આવ્યો ત્યારે મુગ્ધભાવથકી એણે નગરને વિષે પ્રવેશ કર્યો; કારણ કે મોહ (ભૂલ) થકી કૂપને વિષે પણ પડાય છે. પછી ઉપર કહ્યા એ પ્રકારવડે તેજ વખતે ચોરને પકડી લઈ બાંધીને રાજા પાસે લઈ જવામાં આવ્યો; કારણ કે બુદ્ધિના યોગથી શું શું પરાક્રમ નથી થતું ? ત્યાં રાજાએ અભયકુમારને કહ્યું-શિષ્ટજનને પાળવા અને દુષ્ટલોકોને શિક્ષા કરવી એજ આપણો ધર્મ છે. તો જ્યારે હવે ચોરનો પત્તો લાગ્યો છે ત્યારે એને સત્વર શિક્ષા કરો. કારણ કે કદાપિ વ્યાધિની ક્ષણવાર પણ ઉપેક્ષા કરવી યોગ્ય નથી.” પણ અભયમંત્રીશ્વરે નમન કરીને પિતાને કહ્યું-હે તાત ! આપણે એને પકડ્યો છે ખરો, પણ એની પાસે કંઈ ચોરીનો મુદ્દાનો માલ નથી. માટે વિચાર કર્યા વિના એને શિક્ષા કરવી એ અયોગ્ય છે; કારણ કે વિચાર એ જ આ દુનિયાને વિષે સર્વોત્તમ છે.
એ પરથી રાજાએ ચોરને પૂછ્યું-તું ક્યાં રહે છે ? અહીં શા માટે આવ્યો હતો ? તું જ રૌહિણેય કે ?” પોતાનું નામ સાંભળીને ચકિત થયો છતો પણ એ બોલ્યો-મારું નામ દુર્ગાચંડ છે, હું શાલિગ્રામને વિષે હંમેશાં રહું છું, અને કૃષિકારની વૃત્તિથી આજીવિકા ચલાવું છું, કંઈ કાર્ય પ્રસંગે અહીં આવ્યો હતો તેમાં શ્રમિત થવાથી દેવમંદિરને વિષે સૂઈ ગયો હતો. કારણ કે સદાચારવંત એવા પણ મને કોણ વિશ્વાસ લાવીને અહીં પોતાના ઘરમાં રાખે ? પછી હે પૃથ્વીપતિ ! રાત્રિનો કેટલોક ભાગ વ્યતીત થયો એટલે હું નિદ્રામાંથી જાગીને વિચાર કર્યા વિના ઘેર જવાને પ્રવૃત્ત થયો; અથવા તો બુદ્ધિ હંમેશાં પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે. પછી મને પહેરેગિરોએ પકડવા માંડ્યો એટલે અસ્થિ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૮૮
Page #204
--------------------------------------------------------------------------
________________
ભાંગી જશે એની પણ દરકાર નહીં કરીને મેં કિલ્લાને ઉલ્લંઘી જવા માટે કુદકો માર્યો; કારણ કે કુવામાં પડતો માણસ વિહવળ થઈને કુશને પણ પકડવા જાય છે. હું કુદકો મારીને અંગને કંઈ પણ ઈજા થયા વિના નગરની બહાર પડ્યો; તો ત્યાં આરક્ષક લોકોએ મને મસ્યની પેઠે પકડી લીધો. કારણ કે અપુણ્યરાશિ જીવ આદરથકી પણ જે જે વ્યવસાય કરે છે તે સર્વે અફળ થાય છે. હે દયાનિધિ ! દૂષણરહિત એવા પણ મને આ પ્રમાણે શા માટે ચોરની પેઠે નિર્દયપણે. બાંધીને અહીં આણ્યો છે ? અથવા તો એમાં મારા અશુભ કર્મોનો જ વાંક છે.
પણ રાજાએ તો એને એ વખતે બંદિખાને મોકલાવ્યો. અને તેના કહેલા ગામને વિષે તેનો વૃત્તાન્ત મેળવવાને માટે પોતાના માણસને મોકલ્યો; કારણ કે નિશ્ચય કર્યા પછી જ એને છોડાય કે શિક્ષા કરાયા એમ હતું. હવે એ શાલિગ્રામને વિષે રૌહિણેય ચોરે પોતે પ્રકલ્પેલો સંકેત ગામના લોકોને પૂર્વે પ્રથમથી જ કહી રાખેલો હતો; કારણ કે જેઓ દુષ્ટ આશયવાળા હોય છે તેઓ સુખને માટે દ્વારો બાંધી જ રાખે છે. પેલા રાજસેવકે આખા શાલિગ્રામમાં ઘેર ઘેર પૂછ્યું તો સૌએ કહ્યું કે દુર્ગચંડ અહીં જ રહે છે પણ આજે કંઈ બહાર ગયો છે કારણ કે એક જ સ્થળે બેસી રહેનારાનું પેટ ભરાતું નથી. પછી એ ગામવાળાઓએ કહ્યું એ સર્વ યથાસ્થિત આ રાજપુરુષે રાજાને નિવેદન કર્યું. એટલે અભયકુમારે પણ તે સાંભળીને વિચાર્યું કે અહો ચોરનો સંકેત પણ અત્યંત ગૂઢ છે.
પછી રાજપુત્રે એક આકાશ સાથે વાતો કરતો સાતભૂમિનો પ્રાસાદ તૈયાર કરાવ્યો; તેમાં નાના પ્રકારના મણિ જડિત સુવર્ણની ભીંતો રચાવી; સેંકડો દેદિપ્યમાન ઉલ્લોચ બંધાવ્યા; અને સુરાંગના સમાન વારાંગનાઓ. તથા સુંદર કંઠવાળા ગંધર્વોને પણ તેમાં રાખ્યા; કારણ કે પ્રથ્વીપતિરાજાઓને પોતાનું ઈચ્છિત સિદ્ધ નથી થતું શું ? એ પછી મંત્રીશ્વરે પેલા ચોરનું સત્ય વૃત્તાન્ત જાણવાને માટે એને મદ્યપાનથી બેભાન કરી ઉત્તમ વસ્ત્રો પહેરાવી ક્ષણવારમાં તે મહેલને વિષે એક સુંદર શય્યાને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૮૯
Page #205
--------------------------------------------------------------------------
________________
વિષે સુવરાવ્યો. કારણ કે ક્રોધી-વ્યસની-રોગી-પ્રિયાને વિષે રાતમદ્યપાન કરનારો અને વિપત્તિમાં આવી પડેલો-એટલા માણસોના ચિત્તને વિષે રહેલું રહસ્ય સત્વર પ્રગટ થાય છે.
ત્યાં અલ્પ સમયમાં મધ પરિણતિ પામ્યો (ઉતરી ગયો) એટલે રૌહિણેય બેઠો થયો; અને અરણ્યવાસીજન નગરની શોભાને જોઈને વિસ્મય પામે છે તેમ, એ આ સઘળું જોઈને વિસ્મય પામ્યો. “આતે શું ઈન્દ્રજાળ છે, કે કંઈ મારી મતિનો વિભ્રમ થયો છે ? આતે કંઈ સ્વપ્ન છે કે કંઈ બીજું છે ?” આમ તે મનને વિષે ચિત્તવન કરે છે એવામાં તો ત્યાં રહેલા માણસો બોલવા લાગ્યા...હે પ્રભો ! આપ આ મહાવિમાનને વિષે ઉત્પન્ન થયા છો, તમે ચંદ્રસૂર્ય તપે ત્યાં સુધી જયવંતા વર્તા અને આનંદ પામો. અમે આપના સેવકો છીએ. અમે સ્વામીને ઈચ્છતા હતા તેવામાં જ આપ અમારા સ્વામી ઉત્પન્ન થયા છો. હે નાથ ! માનવલોકને દુર્લભ એવી સુરાંગનાઓ પોતે તમારી પાસે આવી છે માટે ચંદ્રમા તારાઓની સાથે કરે તેમ, આપ આમની સાથે આદરસહિત ભોગવિલાસ કરો.” ઈત્યાદિ બહુ બહુ ખુશામતના શબ્દો કહીને, તેમણે તેની પાસે નૃત્ય-ગીત પ્રમુખ કરવાને અર્થે, એકદમ હાથ એકઠા કર્યા તે જાણે “તને પણ થોડા વખત પછી એમજ થશે” (હાથ બંધાશે) એમ સૂચવન કરતા હોય નહીં !
એટલામાં તો કાંચનનો દંડ ધારણ કરીને કોઈ એક પુરુષ ત્યાં આવ્યો અને ક્રોધથી જ જાણે હોય નહીં એમ ભ્રકુટી ચઢાવીને બોલ્યો-અરે ! તમે આ એકદમ શું કરવા માંડ્યું ?” પેલાઓએ કહ્યુંહે પ્રતિહાર ! અમે તો અમારા સ્વામીને લોકાલોકને વિષે તેને જે પ્રચુરતર ફળ પ્રાપ્ત થયું છે તે યથેચ્છપણે બતાવવામાં પડ્યા છીએ.” એ સાંભળીને પ્રતિહાર બોલ્યો-ભલે તમે તમારું કૌશલ (કુશળતા) બતાવો; પણ આમની પાસે દેવસ્થિતિનું વિધાન કરાવો. માનવજન પણ પોતાની સ્થિતિનું ઉલ્લંઘન કરતા નથી તો તમે તો દેવતા છતાં પણ કેમ ભૂલો છો ?” “એ સ્થિતિ કયા પ્રકારની છે” એમ પૂછવા પરથી એ પ્રતિહારે આક્ષેપસહિત કહ્યું-તમે નિશ્ચયે જર્મશર મનુષ્યો જ હશો કારણ કે જે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૯૦
Page #206
--------------------------------------------------------------------------
________________
મૂળ કરવાનું છે તે પણ તમે વિસ્મૃત થઈ ગયા છો. જે દેવતા આ વિમાનને વિષે ઉત્પન્ન થાય છે તેને પ્રથમ જ શ્વશૂરના ગૃહને વિષે પ્રવેશ કરતાં પહેલાં વરને શ્લોકાદિ ઉત્તમ કાવ્યો પૂછવામાં આવે છે તેમ, તેનાં દુષ્કૃત્ય અને સુકૃત્ય વિષે પૂછવામાં આવે છે.” પોતાને સ્વામી પ્રાપ્ત થયા તેથી હર્ષ પામીને એઓ પણ બોલ્યા-આપે કહ્યું તે ખરું છે, એ સુપ્રસિદ્ધ છતાં પણ અમે આજ ભૂલી ગયા કારણ કે હર્ષને લીધે કોણ ઉતાવળું થઈને ભૂલ નથી કરતું ? માટે, હે નીતિજ્ઞા પ્રતિહાર ! આપ જ એમને એ વિષે પૂછો.”
એ સાંભળીને પ્રતિહારે જ પૂછવા માંડ્યું-કે હે દેવ ! આપ આપના પૂર્વભવના પુણ્યકર્મ અને પાપકર્મ નિવેદન કરો.” આ સાંભળીને રૌહિણેય શું એ સત્ય છે કે હું સ્વર્ગને વિષે દેવતા ઉત્પન્ન થયો છું ? અથવા આ તે સર્વ અભયકુમારની બુદ્ધિનો ઉઠાવ છે ?” એમ વિતર્ક કરવા લાગ્યો. અથવા તો આવું હોય ત્યારે કોને સંદેહ ન થાય ? “આ વાતનો નિશ્ચય કેવી રીતે કરવો ?” એમ કરતાં તો તે મનમાં બોલ્યોહું હું, યાદ આવ્યું, કાંટો કાઢતી વખતે મેં જે મહાવીર પ્રભુની સુર સ્વરૂપ પ્રતિપાદન કરનારી વાણી પરાણે સાંભળી હતી તેની સાથે જો. આ સર્વે મળતું આવશે તો તો હું નિશ્ચયે ફુટપણે ખરી વાત કહીશ; અન્યથા મને ગમશે તેવા ઉત્તર આપીશ; કારણ કે “વાંકે લાકડે વાંકો જ વેધ' હોય છે. પછી તે પુનઃ બરાબર રીતે પરીક્ષા કરવા લાગ્યો. તો જિનેશ્વરે કહેલું નેત્રનું અનિમેષપણું પ્રમુખ અહીં ક્યાંય દેખાયું નહિં; કારણ કે સુવર્ણનો વેષ લઈને રહેલું તામ્ર કદિ સુવર્ણની પરીક્ષામાં પસાર થાય ખરું ? “ત્યારે આ તે શું સર્વ કપટ રચાયું હશે' એમ વિચાર કરવા લાગ્યો એટલામાં પ્રતિહારે તેને કહ્યું- હે સ્વામિન ! આ સર્વ દેવદેવીઓ આપનું ચરિત્ર સાંભળવાને ઉત્સુક થઈ રહ્યાં છે.” તે સાંભળી ચોરે કહ્યું-અગર જો કે મોટા લોકોએ પોતાની મેળે પોતાનો વૃત્તાન્ત કહેવો એ અયોગ્ય છે તો પણ ભક્તિને લીધે અનુરક્ત એવા આ મારા. અપ્સરા પ્રમુખ પ્રત્યે હું તે કહીશ.
મેં રમ્ય જિનાલયો કરાવ્યા હતા તથા બિંબની પ્રતિષ્ઠા અને વિવિધ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૧
Page #207
--------------------------------------------------------------------------
________________
પૂજાઓ કરી હતી; વળી સમેતશિખર-શત્રુંજય-રૈવતાચળ આદિ તીર્થોએ અનેકવાર યાત્રા કરી હતી તથા અનુપમ એવું સંઘવાત્સલ્ય કર્યું હતું, પંગુ-અંધ-દીન આદિને નિરંતર દાન આપ્યાં હતાં; ઉત્તમ છે આદર જેનો એવાં જીર્ણોદ્ધાર કરાવ્યા હતા તથા નિષ્કલંક શીલ પાળ્યું હતું. નિરંતર ઉપવાસ-છઠ્ઠ આદિ દુસ્તપ તપશ્ચર્યા કરી હતી; તથા બારે ભાવનાઓ પણ આદરી હતી. હું નિત્ય આ પ્રમાણે કૃત્યો કરતો હતો” એમ રૌહિણેયે પ્રતિહારને પોતે પોતાના પૂર્વના ભવના કાર્યો ગણાવ્યાં. કારણ કે કૂડું કહેવું હોય ત્યારે શામાટે ઓછું કહેવું ? પછી પ્રતિહારે પુનઃ કહ્યું- હે પ્રભો, હવે આપ આપના પૂર્વભવના દુશ્ચરિત-પાપાચરણ હોય તે કહો. કારણ કે જ્યોતિષીઓ શું ઉચ્ચફળવાળા ગ્રહોને નિરૂપણ કરીને પછી શું ઇતરગ્રહોને નથી નિરૂપણ કરતા ?
એ છેલ્લા પ્રશ્નના ઉત્તરમાં લોહખુરના પુત્રે કહ્યું-નિરંતર ઉત્તમ સાધુઓનો સંસર્ગ હોવાથી મેં કદિ પાપાચરણ કર્યું જ નથી; પણ લોકોને વિષે મેં તે બીજાઓના સંબંધમાં સાંભળ્યું છે. હે પ્રતિહાર ! આપની કોઈ મોટી કૃપાને લીધે જ હું નિરંતર એવી રીતે સુકૃત્યોનો વિચાર કર્યા કરતો કે પાપ તો મારાથી દૂરને દૂર નાસી જતું. અથવા તો સૂર્યની પાસે અંધકાર કેમ ટકી શકે ? પણ દંડધારી પ્રતિહારે વળી પૂછ્યું-એ અવતાર કદિપણ એક જ ભાવ વડે નિર્ગમન થતો નથી, મોટા સાધુને પણ અંતર્મુહૂર્તને વિષે પ્રમાદાચરણ થઈ જાય છે. માટે તમારાથી પરસ્ત્રીગમન-ચૌરી આદિ દોષયુકત આચરણ થઈ ગયાં હશે; કારણ કે નિરંતર અતિ ઉત્તમ એવાં ક્ષીર ભોજન પ્રાપ્ત થતાં હોય તેના પર પણ શું અરૂચિ નથી થતી ? તે સાંભળી ચોરશિરોમણિ રોહિણેય બોલ્યો-હે ચતુર પ્રતિહાર ! મેં સ્વપ્નને વિષે પણ ચોરીપરદારાગમન કે અન્ય કિંચિત પાપાચરણ નથી કર્યું. જો કર્યું હોય. તો પછી સુસાધુની સેવા કેવી સમજવી ? વળી તમે જ કહો કે જો એવાં કોઈ પાપ કર્યા હોય તો આવી સ્વર્ગસંપત્તિ મને કેવી રીતે પ્રાપ્ત થાય ? કારણ કે યવના બીજમાંથી કદિ શાળની ઉત્પત્તિ સંભવે. ખરી ?”
૧૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #208
--------------------------------------------------------------------------
________________
પછી આ સર્વ વાત તેણે જઈને અભયકુમારને નિવેદન કરી અને કહ્યું કે-હે સ્વામિન્ ! એ ચોર પણ મહાધૂતારો છે, કારણ કે એણે એ પ્રકારે આપણને પણ ઠગવાની બાજી આદરી છે.” હવે પાછળ ચોરા પણ ચિરકાળ પર્યન્ત ચમત્કાર પામી પોતાના ચિત્તને વિષે વિચાર કરવા લાગ્યો-જો તે વખતે જિનેશ્વરે કહેલાં અમૃત વચન મને કર્ણગોચર ના થયાં હોત તો હું અનેક પ્રકારની સેંકડો યાતના વડે નરક સમાન દુ:ખ ભોગવીને ક્યારનો યમ પાસે પહોંચી ગયો હોત, કારણ કે મારા જેવાઓનું આવું જ અવસાન હોય છે. હા ! મેં તીર્થકર મહારાજાનું વચનામૃત ત્યજી દઈને ચોરી કરનારાનું મહાવિષ સમાન ભાષણ સાંભળ્યું; અથવા તો ઉંટ તો અત્યંત સુરભિ એવા આમ્રવૃક્ષને ત્યજીને કડવા લીંબડાને જ ખાય છે. હા ! મારા પિતાએ મને છેતરીને જિન ભગવાનના વાક્યામૃતનું પાન કરવા થકી દૂર જ રાખ્યો; અને તેથી જ મારી આ અવસ્થા થઈ છે; અથવા તો જેને શાકિની જેવી માતા હોય તેનું ક્યાં સુધી સારું થયા કરે ? માટે હવે જો હું આ વિપત્તિમાંથી જીવતો છૂટીશ તો હું એ મહાવીર પ્રભુનો શિષ્ય થઈશ. અહો ! તેઓને જ ધન્ય છે કે જેઓ બાળપણથી જ એ પ્રભુને આશ્રયીને રહે છે.”
અહીં અભયકુમાર પણ વિચાર કરવા લાગ્યો કે આવા આવા સજ્જડ ઉપાયો કરતાં છતાં પણ એ પકડાઈ આવતો નથી તો હવે ચાલ જઈને શ્રી મહાવીર પ્રભુને પૂછું; કારણ કે હાથે કંકણ ત્યાં આરસીનું શું પ્રયોજન છે ? પછી તેણે જઈને પ્રભુને નમી અંજલિ જોડી પૂછ્યુંહે પ્રભુ ! હે સર્વસંદેહરૂપી અંધકારને દૂર કરનાર સૂર્ય ! આજ (અમે પકડ્યો છે તેજ) ચોર છે કે નહીં” કેવળજ્ઞાનના પ્રકાશથી સર્વ વસ્તુસમૂહ જેમને પ્રગટ જણાય છે એવા પ્રભુએ ઉત્તર આપ્યો-એ ચોર હતો (ખરો); (પણ) હમણાં મારો શિષ્ય (થયો) છે. ચોર થકી ઈતર એવા પુરુષોની કોઈ ખાણ હોતી નથી.” એ સાંભળી અભયકુમાર ભગવાનને નમના
૧. પાપી પ્રાણીઓને પરમાધાર્મિક (પરમાધામી) તરફથી કરવામાં આવતી નાના પ્રકારની પીડા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૯૩
Page #209
--------------------------------------------------------------------------
________________
કરી ઘેર આવ્યો અને પેલા રૌહિણેયને સત્વર રાજાને કહીને બન્દિખાનેથી મુક્ત કરાવ્યો; અથવા તો એ હવે સંસારરૂપી બન્દિખાના થકી પણ મુક્ત થશે.
હવે બન્દિગૃહથી મુક્ત થયેલો રૌહિણેય પણ શ્રી જિનેશ્વર પાસે જઈ તેમને નમસ્કાર કરી વિનય સહિત વિજ્ઞાપના કરવા લાગ્યો-હે વિભો ! આપની યોજન પર્યન્ત વિસ્તાર પામતી વાણી જગત્રયને વિષે જયવન્તી વર્તો. અભયકુમારની બુદ્ધિએ રચેલી જે મોટી કપટમય પાશને વિષે રાજાઓ અને હસ્તિ પ્રમુખ બંધાઈ જાય છે તેને વિષે મારા જેવો એક દીન મૃગ પડ્યો હતો-તે આપની વાણીરૂપી કાતર ન હોત તો તેમાંથી ક્યારે પણ છૂટી શકત નહીં. મેં શ્રદ્ધા વિના પણ આપની વાણીરૂપી અમૃતનું પાન કર્યું તો આ મૃત્યુથી છૂટ્યો; માટે હે નાથ ! આપ હવે એવું બતાવો કે જેથી હું જન્મ-જરા-મૃત્યુથી સંકુલ એવા આ સંસારથી મુક્ત થાઉં. એ પરથી શ્રી જિનભગવાને તેના પર કરૂણા લાવી સમ્યક્ત્વમૂલ યતિધર્મનો આદેશ કર્યો. કારણ કે અખિલ વિશ્વને વિષે પોતાના કિરણના સમૂહવડે ઉદ્યોત કરતો એવો સૂર્ય કદિ પણ માતંગના ઘરને ત્યજી દે ખરો ? “જ્યારે હું વિરતિને યોગ્ય થાઉં ત્યારે, હે પ્રભો ! આપ મને એ આપજો.” એમ રૌહિણેયે વિજ્ઞાપના કર્યાથી શ્રી ભગવાને કહ્યું-હે ભદ્ર ! તું નિશ્ચયે એને યોગ્ય જ છે.
પછી એણે કહ્યું-ત્યારે હું આપની પાસે દિક્ષા ગ્રહણ કરીશ, પણ મારે થોડી રાજાને વાત કહેવાની છે એટલે રાજાએ પણ કહ્યું-હે પૂજ્યતાના નિધાન ! તારે કહેવું હોય તે નિઃશંક થઈ કહે. પેલો કહેહે રાજન્ ! આપે જેના વિષે સાંભળ્યું છે તે રૌહિણેય નિશ્ચયે હું પોતે જ છું. ‘વિષમેષ કામદેવ ચારિત્રરત્નને લૂંટે છે તેમ મેં આપના આખા નગરને લૂંટ્યું છે.' હે મહીપતિ ! વિપત્તિને દળી નાંખનારી એવી શ્રી વીરપરમાત્માની વાણીને ફક્ત એક જ વાર સાંભળવાથી મેં, મહા ગારૂડવિધા સર્પનો પરાભવ કરે છે તેમ અભયકુમારની બુદ્ધિનો પણ પરાભવ કર્યો છે. માટે આપના કોઈ વિચક્ષણ પુરુષને મારી સાથે મોકલો કે જેથી હું તેને મારી સર્વ લૂંટ બતાવી દઉં. પછી હું પ્રભુ પાસે વ્રત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૧૯૪
Page #210
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ કરીશ કારણ કે અન્યથા મારા જેવાઓની શુદ્ધિ થાય નહીં. એ સાંભળી રાજાએ આદર સહિત તેની પ્રશંસા કરી કે-પુણ્યવાનું જીવના જેવા લક્ષણવાળા એવા તને ધન્યવાદ ઘટે છે કારણ કે એક જ વારના વ્યસનથી" તને ક્ષણ માત્રમાં કસુંબાના વસ્ત્રની પેઠે વિરાગિતા ઉત્પન્ન થઈ છે.
પછી રાજાના આદેશથી અભયકુમાર તસ્કરની સાથે ચાલ્યો તેને એ પોતાના આશ્રમે લઈ ગયો. લોકો પણ કૌતુકને લીધે તેમની પાછળ ગયા; કારણ કે જનસમૂહનો સ્વભાવ એવો હોય છે કે તેઓ વગર બોલાવ્યું પણ નૃત્ય કરવા મંડી જાય છે. ત્યાં એ ચોરે ખાડાને વિષે, પર્વતોને વિષે અને સરોવરના તટને વિષે, તથા કુંજ-ગુહા અને વનને વિષે દાટેલું સર્વ ધન ન્યાસની પેઠે રાજપુત્રને અર્પણ કર્યું. સુનીતિમાનું કુમારે પણ જે જેનું હતું તે તેને આપી દીધું. પણ પોતે તો એક શેષપૂર પણ ઘેર લઈ ગયો નહીં. કારણ કે અન્યથા શું સકળ વિશ્વને વિષે ન્યાયઘંટા વાગે ખરી ? પછી રોહિણેયે પોતાના બાંધવોને સમગ્ર વૃત્તાન્તા યથાસ્થિત કહીને પોતાનો અભિપ્રાય જણાવી એમને પ્રતિબોધ આપ્યો; કારણ કે ભગવાનના પ્રસાદથી એને પણ કંઈક કૃપા ઉત્પન્ન થઈ હતી. પછી અત્યંત હર્ષને લીધે મગધેશ્વરે પોતે એ રૌહિણેયનો ઉત્તમ નિષ્ક્રમણોત્સવ કર્યો; કારણ કે જે પોતાનો કટુસ્વભાવ ત્યજી દઈને ક્ષણવારમાં આમ્રવૃક્ષના સ્વભાવને પામ્યો એ કેમ ન પૂજાય ?
પછી જગતના એક નાયક એવા શ્રી વર્ધમાન સ્વામીએ એ લોહખુરના પુત્ર રોહિણેયને દીક્ષા આપી. અહો ! આ ચોર જેવાનું પણ ભવિતવ્યતાના યોગે કેવું કેવું કલ્યાણ થયું ! એ મહામુનિએ દીક્ષા ગ્રહણ કરી વૈરાગ્યને લીધે એક દિવસના ઉપવાસથી આરંભીને છ માસ પર્યન્તના ઉપવાસ કરવાપૂર્વક અતિદુષ્કર એવી તપશ્ચર્યા કરી; કારણ કે ધર્મી જીવ મોક્ષને પ્રાપ્ત કરવાને માટે શું શું નથી કરતો ? પ્રાંતે
૧. વ્યસન. (૧) દઢપણે લગાવવું અથવા પાસ દેવો; (૨) દુ:ખનો અનુભવ. ૨. વિરાગિતા. (૧) વિશેષ રંગ (લાલચોળ રંગ); (૨) વૈરાગ્ય. ૩. થાપણ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ચોથો)
૧૫
Page #211
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યથી અને ભાવથી અતિકૃશ એવા આ રૌહિણેય મુનિ, જીવોને અત્યંત અભયદાન આપી, તીર્થંકર મહારાજાનો આદેશ લઈ પર્વતના શિખર પર જઈ દેહની ઉચ્ચ પ્રકારની સંલેખનાપૂર્વક, નિર્દોષ એવું પાદપોપગમન અનશન કરી, સર્વ તીર્થકર, સિદ્ધ, આચાર્યો, ઉપાધ્યાય તથા ઉત્તમ મુનિઓનું પણ સ્મરણ કરતા સ્વર્ગે ગયા.
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો
ચોથો સર્ગ સમાપ્ત
૧૯૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #212
--------------------------------------------------------------------------
________________
સર્ગ પાંચમો
લક્ષ્મીનો ક્રીડાપ્રદેશ જ હોય નહીં એવો એક મધ્યસ્થલોકોથી ભરેલો આર્દ્રકદેશ નામે દ્વિપ છે. એ દ્વિપને વિષે સુગંધી પદાર્થોની બજાર જેવું એલચી-લવિંગ-કક્કોલી-જાઈફળ આદિના વૃક્ષોથી મઘમઘી રહેવું વન હતું. જાતિવંત મુક્તાફળની જેમ એની ભૂમિ જળયુક્ત' હતી; તથા મેંઢા નિમાળાથી યુક્ત હોય છે તેમ, લીલાઘાસના સમૂહથી ભરપૂર હતી. છીપોને વિષે મુક્તાફળના સમૂહ નીપજે છે તેમ, એને વિષે સર્વઋતુઓના ધાન્ય અને કણ પુષ્કળ ઢગલાબંધ નીપજતા હતા. ત્યાં આર્દ્ર આર્દ્રક(આદુ)ની જેમ ચિત્તને ચમત્કાર પમાડનાર આર્દ્રક નામે એક પ્રખ્યાત નગર હતું. એ નગરની હાથીદાંત-પરવાળાં-મુક્તાફળ-માણિક્ય આદિથી ભરેલી બજારો, જાણે સાક્ષાત્ એમની ખાણો જ હોય નહીં એમ શોભી રહી હતી. ઊંડી જળે ભરેલી અને કમળ પુષ્પોએ કરીને યુક્ત એવી એની વાવો જાણે એને જોવા આવેલા નેત્ર પ્રસારી રહેલા પાતાળ ભુવનો જ હોય નહીં (એવી જણાતી હતી). ત્યાં છેદ ઈંધનને વિષે જ હતો, બંધન પુષ્પોને વિષે જ હતું, નિન્દા મૂર્ખજનોની જ થતી હતી, અને નિપીડન વસ્ત્રોને વિષે જ હતું.
આ નગરમાં અર્શીજનોને દાન દેવામાં કલ્પવૃક્ષ જેવો એક આર્દ્રક નામે રાજા થયો. જયલક્ષ્મીરૂપી ઉત્તમ સ્ત્રીને પ્રાપ્ત કરવાને ઉત્સુક એવા એ મહીપતિને એનું સર્વત્ર અસ્ખલિતપણે પ્રસરતું ખડ્ગ જ નિરંતર દૂતનું કાર્ય કરતું. એના એ ખડ્ગરૂપી વાયુથી ચોરરૂપી વૃક્ષો નાશ પામ્યાં હતાં એમાં કંઈ આશ્ચર્ય નહોતું; વિચિત્ર જ એ હતું કે એનાથી મોટા મોટા મહીપતિઓ પણ નાસી જતા હતા. વળી એ પણ એક ચમત્કાર
૧. જળ (૧) તેજ. મોતી તેજસ્વી કે પાણીદાર; (૨) પાણી-નીર ત્યાં જળાશયો બહુ હતાં. ૨. નીચોવવું તે. ૩. મહીભૃત્ થકી ઉત્પન્ન થઈને પાછી મહીભૃત્ના જ મસ્તકને વિષે આરૂઢ થાય એ આશ્ચર્ય-વિરોધ. શમાવતાં મહીભૃા બેઉ જગ્યાએ જુદાજુદા અર્થ લેવા (૧) રાજા (૨) પર્વત. રાજાથકી ઉત્પન્ન થયેલી એટલે રાજાની કીર્તિ પર્વત પર પણ પહોંચી હતી-અર્થાત્ બહુ વિસ્તરી હતી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૧૯૭
Page #213
--------------------------------------------------------------------------
________________
જેવું જ હતું કે એ મહીભૂત થકી ઉત્પન્ન થયેલી કીર્તિરૂપી નદી સકળ પૃથ્વી પર ફેલાઈ જઈને પછી મહીભૂતના મસ્તક પર પણ આરૂઢ થઈ હતી. કામદેવને જેમ રતિ તેમ એ રાજાને લાવણ્ય-રૂપ આદિથી સકળા લોકને વ્યામોહ પમાડનારી આર્દિકા નામે પત્ની હતી. કુલટા સ્ત્રીઓએ નિરંતર નિર્દયપણે કદર્થના પમાડેલું એવું જે-શીલ-તે પોતાના રક્ષણને માટે એ-ક્ષત્રિયાણીને શરણે ગયું હતું. શાલીનતારૂપી સ્ત્રી પોતાનો સર્વ વૈભવ વારાંગનાઓએ હરી લીધાને લીધે જાણે એની ફરિયાદ કરવાને માટે જ હોય નહીં એમ એ આદ્રકાની પાસે ગઈ હતી.
એ દંપતીને પવિત્ર ગુણોએ ભરેલો અને ઉત્તમ દશાવાળ વસ્ત્રની પેઠે પરગુહ્યનો ગોપક-આÁક નામે પુત્ર થયો. બાળક છતાં પણ મોટા માણસ જેવી બુદ્ધિ ધરાવનારો, સર્વ માંગલિક ચિન્હોથી ભરપૂર શરીરવાળો અને વળી કાર્તિકેયની જેમ અપ્રતિહત શક્તિવાળો એ કુમાર સૌ કોઈને અત્યંત આનંદ ઉપજાવે એવો હતો. એ શુરવીર હતો છતાં એની વાણી. ઉપતાપ આપનારી નહોતી, એની મૂર્તિ દુર્દર્શ નહોતી; એ કોઈને પીડા કરતો નહીં અને સર્વ કોઈનો નાથ (રક્ષક) હતો. આ આÁકરાજાને અને શ્રેણિકભૂપતિને, રાવણને અને શિવને હતી તેવી, પરસ્પર મૈત્રી હતી.
એકદા શ્રેણિક મહીપાળે જાણે પોતાનો મૂર્તિમાન સ્નેહ જ હોય નહીં એવું ભેટયું લઈને એક મંત્રીને આદ્નકરાજા પાસે મોકલ્યો. એ મંત્રીએ પણ ત્યાં જઈ સભાને વિષે વિરાજેલા રાજાને બહુ આદર સહિત પ્રણામ કરીને કુષ્ણલવણ નિમ્નપત્ર અને કંબળ પ્રમુખ વસ્તુઓ ભેટ કરી. એ ચીજો જોઈને આÁકરાજા ચિત્તને વિષે અતિ હર્ષ પામ્યો; કારણ કે જે દેશમાં જે વસ્તુ મળતી નથી તે દેશમાં તે વસ્તુ નિશ્ચયે. મૂલ્યવાન ગણાય છે. પછી નરપતિએ એ સચિવને પૂછ્યું-મારો બાધવા શ્રેણિકનારેશ્વર અને તેનો સર્વ પરિવાર કુશળ તો છે ? સચિવે કહ્યું- હે સ્વામિન ! કમલ (લા) ને ઉલ્લાસ કરાવવાવાળા, પ્રતાપરૂપી
૧. શરમાળપણું ૨. દશા (૧) વસ્ત્રના છેડા. (૨) રથીતિ. ૩. (૧) કમળ પુષ્પ (૨) કમળા-લક્ષ્મી. ૧૯૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #214
--------------------------------------------------------------------------
________________
નિધાનવાળા, સચ્ચક્રને આનંદ આપવાવાળા તથા વૃતના વિધ્વંસને વિષે દક્ષ એવા દિનપતિ–સૂર્યની પેઠે અત્યંત ભાગ્યવાન એવા મારા સ્વામી સર્વ પ્રકારે કુશળ છે.
પછી આદ્રકકુમારે પોતાના પિતાને પૂછ્યું-હે તાત ! આપને જેની સાથે દિવસ ને રવિની જેવી પ્રીતિ છે એ આ શ્રેણિકરાજા કોણ છે ? આદ્નકરાજાએ કહ્યું હે વત્સ ! એ શ્રેણિકરાજા મગધ દેશનો અધિપતિ છે તેના પૂર્વજોની સાથે આપણા પૂર્વજોને સદા મિત્રાચારી હતી. તે સાંભળી વસન્તમાસની શરૂઆતમાં આમ્રવૃક્ષ પુષ્પોથી પૂરાઈ જાય તેમ, આÁકકુમાર ઊભરાઈ જતા હર્ષના રોમાંચથી પૂરાઈ જઈ આ પ્રમાણે કહેવા લાગ્યો- હે સચિવ ! ચંદ્રમાને જેમ બુધ તેમ શ્રેણિકરાજાને સર્વગુણ સંપન્ન એવો કોઈ પુત્ર છે કે નહીં ? હું તેની સાથે સત્યને અને પવિત્રતાને તથા ન્યાયને અને ગૌરવને છે તેવી શાશ્વતી મૈત્રી કરવા ઈચ્છું છું.
સચિવે ઉત્તર આપ્યો-હે સ્વામિન ! અમારા શ્રેણિકમહારાજાને પાંચસોએ મંત્રીઓમાં મોટો અભયકુમાર નામે પુત્ર છે. એ ઉત્પત્તિકી બુદ્ધિનું તો જાણે ધામ છે, કરૂણામૃતનો સાગર છે, અને પરોપકાર કરવાને વિષે નિરંતર તત્પર છે. વળી એ કલાવાન, ધર્મવેત્તા તથા પરાક્રમી છે; એટલું જ નહીં પણ યાચકોના મનોવાંછિત પૂર્ણ કરવાને વિષે કલ્પવૃક્ષ સમાન છે, ગુણ અને અગુણના ભેદ જાણનારો છે, કૃતજ્ઞા છે તથા લોકપ્રિય છે. તમે એને દષ્ટિએ તો વખતે નહીં જોયો હોય, પણ શું તમે એના વિષે કાને સાંભળ્યું પણ નથી ? શું સહસ્ત્રકિરણસૂર્યને કોઈ ન જાણતું હોય એમ બને ખરું ? સકળ પૃથ્વીને વિષે એવા કોઈ પણ ગુણો નથી કે જેઓએ આકાશને વિષે તારાગણની જેમ એનામાં વાસ નહીં કર્યો હોય.
પછી આદ્નકરાજાએ કહ્યું- હે પુત્ર ! તું શ્રેણિકરાજાના પુત્રની સાથે મિત્રાચારી કરવા ધારે છે એ બહુ યુદ્ધ છે; કારણ કે કુલકમાગત રીત-રિવાજને કોણ નથી અનુસરતું ?” આવો પિતાનો આદેશ સાંભળીને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૧૯૯
Page #215
--------------------------------------------------------------------------
________________
તો આÁકકુમાર બમણો ઉત્સાહમાં આવ્યો; કારણ કે પોતાને ઉત્કંઠા. તો હતી જ ત્યાં વળી મયૂરે પણ સંલાપ કર્યો. તેથી તેણે સંભ્રમ સહિત શ્રેણિકરાજાના સચિવને કાનમાં કહ્યું- હે મંત્રીશ્વર ! તમે મને કહ્યા સિવાય જશો નહીં. શ્રેણિકરાજાના મંત્રીએ આÁકકુમારનું કહેવું કબુલ રાખ્યું; કારણ કે સુંદર કાર્યમાં કોણ સહાય ન આપે ? પછી રાજાની સારી રીતે આગતા સ્વાગતા પામેલો એ સચિવ પ્રતિહારે બતાવેલા આવાસને વિષે જઈ રહ્યો; કારણ કે જેમના સ્વામી સામર્થ્યવાનું હોય છે એવા સ્વામીના સેવકો પણ સારો સત્કાર પામે જ છે.
એકદા (થોડા દિવસો ગયા પછી) આકરાજાએ એને મુક્તાફલાદિક આપીને પોતાના માણસ સાથે એને દેશ મોકલ્યો. એ વખતે આદ્રકકુમારે પણ શ્રેણિકરાજાના મંત્રીને કહ્યું-અરે ભાઈ ! તમે મારીવતી અભયકુમારને એટલું કહેજો કે-હે બુદ્ધિધન ! દશરથ જેવી રીતે ઈન્દ્રની સાથે, તેવી રીતે આÁકકુમાર દૂર રહેલા એવા પણ તમોની સાથે મૈત્રી કરવા ઈચ્છે છે.” એ પ્રમાણે સંદેશો કહીને જાણે ભવિષ્યમાં ગુરુ થનારા અભયકુમારનો પહેલાંથી જ સત્કાર કરવાનું હોય નહીં એમ એને મુક્તાફળ પ્રમુખ આપીને એણે વિસર્જન કર્યો. પછી એ બંનેએ રાજગૃહનગરે જઈને આર્દિકરાજાએ આપેલી સર્વ વસ્તુ શ્રેણિક મહીપતિને અર્પણ કરી. પેલા સચિવે પણ આદ્રકકુમારે આપેલી શ્રેષ્ઠ ભેટની વસ્તુઓ અભયકુમારને આપીને તેનો સંદેશો કહ્યો.
એ સાંભળી જિનશાસનનો જાણ એવો અભયકુમાર વિચારવા લાગ્યો. આ આÁકપુત્રે નિશ્ચયે પૂર્વ જન્મને વિષે સંયમ પાળ્યું હશે; પણ પોતાનું સાધુપણું વિરાધ્યાથી એ, માસક્ષપક ચંડકૌશિક જ્યોતિષ્કને વિષે ઉત્પન્ન થયો હતો તેમ કેવળ અનાર્યોને વિષે ઉત્પન્ન થયો છે. આ ભાગ્યભાજન આÁકને હવે સિદ્ધિ નિશ્ચયે હાથને વિષે જ છે; કારણ કે અભવિ કે દુરભવિ જન કદિ પણ મારી મિત્રાચારી ઈચ્છતો નથી. વળી નિશ્ચયે સમાન શીલ-ધર્મ-ચેષ્ટિત અને–વયવાળા પ્રાણીઓને જ સદા
૧. મહિનાના ઉપવાસ કરનાર.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૦૦
Page #216
--------------------------------------------------------------------------
________________
ગાઢ મૈત્રી થાય છે. કારણ કે નિ:સંશય અર્ધ ભાગ અર્ધ ભાગોની સાથે, અને ચતુર્થ ભાગ ચતુર્થ ભાગોની સાથે જ મળી જાય છે. માટે કોઈપણ ઉપાયથી એ આર્દ્રકકુમારને એવી રીતે પ્રબોધ પમાડું કે જેથી એ પોતાના ચિત્તને ધર્મને વિષે યોજે. માટે એક ભેટ તરીકે હું એને જિનેશ્વરની પ્રતિમા મોકલું કે જેથી એ જોઈને કદાચિત્ એને પોતાનો પૂર્વજન્મ સ્મરણમાં આવશે.”
એમ વિચારીને મૂર્તિમાનૢ ચિન્તારત્ન હોય નહીં એવી જાતિનંત રત્નોની બનાવેલી શ્રી આદિદેવની એક અપ્રતિમ પ્રતિમાને ઘંટિકાધૂપદહન† પ્રમુખ ઉપકરણો સહિત, ભવસાગર તરી જવાને માટે એક હોડી હોય નહીં એવી મંજુષાને વિષે મૂકી એને દ્વારે તાળું દઈ પોતાની મુદ્રાથી મુદ્રાપિત કરી. અભયકુમારના આવા બુદ્ધિવૈભવે દેવતાઓના ગુરુ બૃહસ્પતિના ચિત્તને વિષે પણ નિશ્ચયે આશ્ચર્ય ઉત્પન્ન કર્યું; કારણ કે એણે અભવ્ય અથવા દુરભવ્ય ઈત્યાદિનો પોતાની મેળે નિશ્ચય કરી એ આર્દ્રકકુમારને પ્રતિબોધ પમાડવાને આવો ઉપાય યોજ્યો. પછી જ્યારે શ્રેણિકરાજા આર્દ્રકરાજાના માણસને મોટી મોટી ભેટો આપીને વિદાય કર્યો (કારણ કે સત્પુરુષો સ્નેહની વૃદ્ધિ થાય એવાં કાર્યો કરે છે) ત્યારે અભયકુમારે પણ તેનો સારી રીતે સત્કાર કરીને પેલી પેટી તેને સોંપી અને કહ્યું કે-તું મારા બાન્ધવ આર્દ્રકકુમારને આ પેટી આપજે અને મારીવતી કહેજે કે-તારે એકલાએ એ પેટી એકાન્તમાં ઉઘાડવી અને તેમાં રહેલી વસ્તુને આદર સહિત જોવી; પણ બીજા કોઈને એ બતાવવી નહીં.”
પેલા માણસે અભયકુમારનું કહેવું હર્ષ સહિત સાંભળી લીધું; અને પોતાને નગરે જઈ પોતાના સ્વામી આર્દ્રકરાજાને આપવાની હતી એ ભેટો આપીને પછી આર્દ્રકકુમારને પણ પેલી મંજુષા સોંપી; અને અભયકુમારનો સંદેશો સ્ફુટપણે કહ્યો. ત્યાર પછી આર્દ્રકકુમારે પણ એકાન્તમાં જઈ પેલી પેટી ઉઘાડી; તો, પરમાત્માની કળા જેવી, યુગાદિ ભગવાનની
૧. જેમાં ધૂપ બાળવામાં આવે છે તે. (ધૂપધાણું). અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૦૧
Page #217
--------------------------------------------------------------------------
________________
અંધકારનો નાશ કરવાને સમર્થ એવી-પ્રતિમા એની દૃષ્ટિએ પડી. એ જોઈ એણે વિચાર્યું-અહો ! આ કોઈ ઉત્તમ આભુષણ છે. હું તે શું એને મસ્તકને વિષે-કંઠને વિષે કે કર્ણને વિષે, ક્યાં ધારણ કરું ? એ તે બાહુનું, કરનું, વક્ષ:સ્થળનું કે બીજા કોઈ અવયવનું આભરણ છે ? અથવા એ તે કંઈ બીજી જ વસ્તુ છે ? આ વસ્તુ મેં પૂર્વે કોઈ સ્થળે દીઠેલી લાગે છે; પણ આત્માને જેમ ગર્ભવાસ તેમ મને બીજું કંઈ સ્મરણમાં આવતું નથી. એમ વિચાર કરતાં કરતાં એને જાતિનું સ્મરણ કરાવનારી મૂર્છા આવી; અથવા તો કષ્ટ વિના કંઈ ફળ નથી. મૂર્છા વળી એટલે એને સધ જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું; અને ભૂલી ગયેલી વાત પ્રભાતે યાદ આવે એમ એને પોતાના પૂર્વ ભવનો વૃત્તાન્ત યાદ આવ્યો
હું આથી ત્રીજે ભવે, મગધ દેશને વિષે વસંતપુર નગરમાં સામાયિક નામનો ગૃહસ્થ હતો; અને મારે બન્ધુમતિ નામે પ્રિય સ્ત્રી હતી. ત્યાં એકદા જંગમ કલ્પવૃક્ષ જેવા સુસ્થિતઆચાર્ય પધાર્યા હતા. તેમને વંદના કરવાને હું મારી પત્નીને લઈ ગયો. (કારણ કે ભંડાર ઉઘડ્યો સાંભળીને લેવા જવાની કોણ નથી ઉતાવળ કરતું ?) પછી આદર થકી તેમને પ્રણામ કરી મેં અને મારી સ્ત્રીએ તેમના મુખ થકી ધર્મદેશના સાંભળી હતી; કારણ કે ચંદ્રમા થકી અમૃત જ ઉપલબ્ધ થાય છે. એ ગુરુ મહારાજાના વાક્યથી, ઉત્તમ મંત્રના જોરથી શરીરમાંથી જેમ સર્વ વિષ તેમ અમારા અંતઃકરણમાંથી સકળ ભોગની ઈચ્છા સત્વર નીકળી ગઈ. એટલે અમે સુસ્થિત આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી; કારણ કે સર્વ પ્રયત્નોનું ઉત્કૃષ્ટ ફળ હોય છે. પછી સંયમ પાળતો હું સાધુઓની સાથે અને મારી પત્ની સાધ્વીઓની સંગાથે રહેવા લાગી; કારણ કે ધર્મ નીતિવડે જ સિદ્ધ થાય છે.
એકદા હું ગુરુ સંગાથે એક નગરમાં ગયો હતો. ત્યાં બધુમતી પણ સાધ્વીઓની સાથે તે વખતે આવી હતી. મેં સંવેગથી દીક્ષા ગ્રહણ
૨૦૨
૧. વૈરાગ્યથી-વિરાગ દશાથી જ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #218
--------------------------------------------------------------------------
________________
કરી હતી તોપણ બધુમતીને જોઈને મને પૂર્વના ભોગવિલાસ યાદ આવ્યા; કારણ કે કર્મની ગતિ વિચિત્ર છે. એટલે હું આત્માને ભૂલી જઈને એને વિષે અતિ અનુરક્ત થયો; કારણ કે કામને વશ થયેલો પ્રાણી પોતાની અવસ્થા ભૂલી જાય છે. પછી મેં મારો અભિપ્રાય એક બીજા સાધુને જણાવ્યો હતો, તેણે પણ તે પ્રવર્તિની-સાધ્વીને જણાવ્યો હતો કારણ કે સજ્જનો નિરંતર પાપભીર હોય છે. પ્રવર્તિનીએ પણ એ મારો અભિપ્રાય બધુમતીને નિવેદન કર્યો; કારણ કે સર્વે ધાર્મિકજનોની આવી જ મતિ હોય છે. તે જાણીને સાધ્વી બંધુમતી-સતી વિષાદ પામી; કારણ કે ધર્મકાર્યોને વિષે વિપરીતતા જોઈને કોને ખેદ ન થાય ? પછી એણે. પ્રવર્તિનીને કહ્યું-જો ગાઢ અનુરાગને લીધે એ મદોન્મત્ત હસ્તિની પેઠે પોતાની હદનું ઉલ્લંઘન કરશે તો વૃદ્ધ થયેલી ગાયની પેઠે મારા જેવી અબળાની બંને પ્રકારમાંથી કયા પ્રકારની ગતિ થશે ? હું દૂર દેશાન્તરે જઈશ તો પણ ચંદ્રમા જેમ કુમુદ્વતીનો તેમ એ મારો રાગ મૂકશે નહીં. આમ એ મારે નિમિત્તે ભવસાગરને વિષે પડશે; પણ હે સ્વામિનિ ! મારું કે તેનું શીલ ખંડિત ન થાય એટલા માટે હું તો નિશ્ચયે સત્વર મૃત્યુ અંગીકાર કરીશ; કારણ કે વિષમ કાર્ય આવી પડે ત્યારે પ્રાણ ત્યાગ કરવા એજ સારું છે.” એમ કહી મહાસત્ત્વનો ભંડાર એવી એ બધુમતી સાધ્વીએ અનશન કરી દેહનો અને તેની સાથે વિપત્તિનો પણ અંત આણ્યો. એટલે ક્ષણમાં એ તો સ્વર્ગને વિષે ગઈ કારણ કે એવી રીતે મૃત્યુ પામેલા શુદ્ધ આત્માવાળાઓની શુભ ગતિ હોય છે.
પછી એનો વૃત્તાન્ત જાણી હું તો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. અહો ! ધિક્કાર છે મને ! કે મેં આવું પાપકાર્ય કર્યું. કેમકે મેં એવી પ્રાર્થના કરીને બંધુમતી સાધ્વીનો ઘાત કર્યો; તેથી મને ઋષિહત્યા જ ફક્ત નહીં પણ સ્ત્રીહત્યા સુદ્ધાં લાગી. તેથી મને નરકને વિષે પણ રહેવાનું નહીં મળે; અને આ લોકમાં તો હું સદા નિન્દાપાત્ર થઈશ. પુરુષ થઈને પણ હું મુંઝાઈ ગયો કે જેથી મેં વ્રતને કલંકિત કર્યું, મારે મુખે જે શ્મશ્ન છે તે એક શ્વાનને મુખે કેમ ન ઉગી ? એક બધુમતી સાધ્વી જ ફક્ત જગતને વિષે સત્યવતી છે કારણ કે એણે મારા તરફથી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૦૩
Page #219
--------------------------------------------------------------------------
________________
કલંકિત થવાની આશંકાથી પોતાના દેહનો અંત આણ્યો. એણે તો પોતાનું વ્રત લેશમાત્ર પણ ભાંગ્યા સિવાય ફક્ત મારા જ દોષને લીધે મૃત્યુ અંગીકાર કર્યું; ત્યારે હ્રદય થકી પણ શીલનો ભંગ કર્યો છે જેણે એવા મારા જેવાએ જીવવું યોગ્ય કહેવાય ખરું ? માટે હું પણ નિશ્ચયે પ્રાણ ત્યાગ કરીશ” એવો વિચાર કરીને તે વખતે મેં પણ અનશન ગ્રહણ કર્યું હતું. શુભ ધ્યાને મૃત્યુ પામીને હું પણ સ્વર્ગને વિષે દેવતા થયો હતો; કારણ કે અનુતાપના હેતુથી મને પણ શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થઈ હતી. પછી સ્વર્ગ થકી ચ્યવીને હું આ ધર્મરહિત એવા દેશને વિષે ઉત્પન્ન થયો છું; અથવા તો શુભાશુભ કર્મ ચિરકાળે પણ ફળે જ છે.
“જો અભયકુમારે આ પ્રતિમા ન મોકલી હોત તો અંધારા કુવામાં રહેલા અંધપુરુષની જેમ, આ મોહસાગરમાંથી મારો કોણ ઉદ્ધાર કરત ? અનાર્યદેશરૂપી શય્યાને વિષે ભાવનિદ્રામાં સૂતેલા મારા જેવાને જેણે પ્રબોધ પમાડ્યો એવી જે એની આ બુદ્ધિ-તેને હું પોતે બલિરૂપ થઈશ. માટે અભયકુમાર હવે મારો પિતા, માતા, મિત્ર, સ્નિગ્ધબંધુ અને સહોદર થયો છે; અથવા તો એટલેથી શું ? એ હવે મારો ગુરુ થયો છે. એવું કયું ભાગ્યશાળી વર્ષ-કયો માસ-કયો દિવસ કયો પ્રહર અને કયી ક્ષણ આવશે કે જ્યારે મને અભયકુમારનો મેળાપ થશે ? માટે તાત આજ્ઞા આપે તો લઈને, અને નહીં તો લીધા વિના પણ હું તેની પાસે જઈશ; કારણ કે કરવા યોગ્ય કાર્ય હોય તે ગમે તેમ પણ કરવું. પછી તે જ દિવસથી આરંભીને તે એ યુગાદીશ્વરની પ્રતિમાની પ્રતિદિન પૂજા કરવા લાગ્યો.
એકદા વખત જોઈને એણે એના પિતાને વિજ્ઞાપના કરી; કારણ કે રાજાઓને તક જોઈને જ વિજ્ઞાપના કરવી જોઈએ; અન્યથા સિદ્ધિ થતી નથી. એણે કહ્યું-હે તાત ! ચકોર જેમ ચંદ્રમાના દર્શન કરવાને તેમ હું શ્રેણિકપુત્ર-અભયકુમારના દર્શન કરવાને અતિ ઉત્કંઠિત થયો છું. આદ્રંકરાજાએ કહ્યું-હે વત્સ ! વિયોગ સહન કરવો અશક્ય છે માટે વિદેશ જવું નહીં કેમકે પરભૂમિ નિરંતર વિઘ્નયુક્ત હોય છે. માટે હે પુત્ર ! તું અહીં જ રહીને એની સાથે મિત્રાચારી બાંધ; કારણ કે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૦૪
Page #220
--------------------------------------------------------------------------
________________
એકબીજાથી દૂર રહેતા એવા પણ મેઘને અને મયૂરને મૈત્રી નથી શું ? આપણા અને એના પૂર્વજો વચ્ચે જે પ્રીતિ હતી તે પણ એ પ્રમાણે જ હતી માટે તું પણ એમજ કર, કારણ કે કુળનો સંપ્રદાય હંમેશાં શ્રેયસ્કર છે.” પિતાએ આમ કક્ષાથી, પત્નીને વિષે અનુરક્ત અને સાથે રણક્ષેત્રને વિષે ઉત્કંઠિત એવો સુભટ યુદ્ધને વિષે જઈ શકતો નથી તથા યુદ્ધથી દૂર પણ રહી શકતો નથી તેમ આÁકકુમાર પણ પિતાની આજ્ઞા છતાં અહીં રહી શક્યો નહીં, તેમ અભયકુમારના દર્શનની ઉત્કંઠા છતાં તેની પાસે પણ જઈ શક્યો નહીં. એટલે ત્યારથી એ સર્વદા, હસ્તિ જેમ મદના બિન્દુઓ વરસાવે તેમ, અશ્રુજળની ધારા વરસાવવા લાગ્યો. જે દિશાને વિષે અભયકુમાર રહેતો હતો તે દિશા તરફ નિરંતર મુખ કરીને એ ભોજન-આસન-સ્નાન-શયન પ્રમુખ ક્રિયાઓ કરવા લાગ્યો. પક્ષીની પેઠે પાંખ કરીને પણ ઊડીને એની પાસે એકદમ જવાને એ ઈચ્છવા લાગ્યો. એના વિના એને એકાન્તમાં કે માણસોના સાથમાં પણ, જળ વિના મલ્યને જેમ સ્થળને વિષે તેમ, ચેન પડતું નહીં. એથી એને મળવાની ઉત્કંઠાને લીધે પોતાના માણસો સુદ્ધાંને પૂછ્યું કેમગધ દેશ કઈ દિશાએ આવેલો છે તથા એમાં રાજગૃહ નગર પણ ક્યાં આવ્યું ?
પુત્રની આવી ચેષ્ટા જોઈને ભૂપતિએ પણ વિચાર્યું કે નિઃસંશય, હવે આ મારો પુત્ર અભયકુમાર પાસે ગયા વિના નહીં રહે; હું જોઈ રહીશ ને એ હાથમાંથી જતો રહેશે, કારણ કે જેનું મન ઉછળી રહ્યું છે કે કોઈ દિવસ રહે ખરો ? માટે હવે હું એને એવી સારી રીતે કબજામાં રાખું કે જેથી એ ભાગી જઈ શકે જ નહીં; કારણ કે પાંખ છતાં પણ પાંજરામાં પૂરેલું પક્ષી ક્યાં જઈ શકે ?” એમ વિચાર કરી એણે પોતાના પાંચસો સુભટોને આદેશ કર્યો કે તમારે આÁકકુમારને બંદોબસ્તમાં રાખવો અને મગધદેશ તરફ જવા દેવો નહીં.” રાજાનો આવો આદેશ થયો એટલે તો એઓ, કર્મપ્રકૃતિ જેમ સંસારી જીવની સાથે જ રહે છે તેમ, આદ્રકકુમારની સાથે ને સાથે રહેવા લાગ્યા; એને એકલો મૂકતા જ નહીં. એટલે તો એ પોતાને જાણે બન્દિખાને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૦૫
Page #221
--------------------------------------------------------------------------
________________
નાખ્યો હોય એમ માનતો, અભયકુમારના ચરણનું સ્મરણ કરતો છતો નીકળી જવાનો આવો ઉપાય કરવા લાગ્યો :- એણે હંમેશાં અશ્વોને ખેલાવવાના મેદાનમાં પોતાનો અશ્વ ખેલાવવો શરૂ કર્યો; કારણ કે આળસ ખાઈ ગયેલા માણસોની કદાપિ સિદ્ધિ થતી નથી. પાંચસોએ અશ્વવારસુભટો એની પાસે ઊભા રહેતા અને એ (આદ્રકકુમાર) પોતાના અશ્વને ખેલાવતો ખેલાવતો દૂર જઈ અલ્પ સમયમાં પાછો આવતો. આ પ્રમાણે તેમને વિશ્વાસ પમાડી તે નિરંતર વધારે વધારે દૂર જવા આવવા લાગ્યો; અથવા તો ધર્મને માટે કપટ (કરવું એ) પણ સુંદર છે. એ આમ કરવા લાગ્યો એટલે સામન્તોને વિશ્વાસ બેઠો; અથવા તો એમ કરવાથી આખી પૃથ્વીને પણ વિશ્વાસ બેસે એમાં કાંઈ આશ્ચર્ય નથી.
પછી એણે પોતાના વિશ્વાસુ માણસોને પોતાનો અભિપ્રાય જણાવ્યો; કારણ કે આપણું ચિંતિત નહીં અગુઢ રાખવાથી તેમ વળી નહીં અતિગઢ રાખવાથી સિદ્ધ થાય છે. એણે એમની પાસે સમુદ્રને વિષે એક પ્રહણ તૈયાર રખાવ્યું ને તેમાં, આત્માને વિષે જ્ઞાન પ્રમુખ ભરે તેમ, રત્નો ભર્યા. વળી પહેલેથી જ, જંગમ પ્રાસાદ જ હોય નહીં એવા એ વહાણને વિષે એણે શ્રી આદીશ્વરની પ્રતિમા પણ મૂકાવી. પછી પૂર્વની પેઠે અશ્વને ફેરવતો ફેરવતો એ બહુ દૂર જઈ અદૃશ્ય થઈ ગયો અને ક્ષણમાત્રમાં, ઉન્નત એવા ગુણસ્થાનને પ્રાપ્ત થયો હોય નહીં તેમ, એ પ્રવહણ પર આરૂઢ થયો.
આ પ્રમાણે એ આ ગુરુ સમાન નૌકા વડે મિથ્યાત્વરૂપ સાગરને ઉલ્લંઘીને, ભવ્ય પુરષ દર્શનને પ્રાપ્ત કરે તેમ, આર્યદેશ પ્રત્યે પામ્યો.
ત્યાં વાહનથકી ઉતરીને એણે સત્વર, એ પોતે અત્યારસુધી રાખેલી થાપણ જ હોય નહીં એવી શ્રી જિન પ્રતિમાને અભયકુમાર પાસે મોકલી દીધી, અને જિનમંદિર, જિનબિંબ, પુસ્તક અને ચતુર્વિધ સંઘ-એ સાત ક્ષેત્રોને વિષે ધર્મબીજની વૃદ્ધિને અર્થે ધનનો વ્યય કર્યો. પછી યતિનો વેષ ધારણ કરી એણે ઉત્તમ મંત્ર જેવું સામાયિકસૂત્ર સુદ્ધાં પોતે ઉચ્ચર્યું. પણ એવામાં તો દેવતાએ ગગનને વિષે રહીને વાણી કહી કે-હે આદ્રકકુમાર ! તું જ સિંહની પેઠે શુરવીર અને સત્ત્વવાનું છે, કારણ
૨૦૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #222
--------------------------------------------------------------------------
________________
કે તેં આ પ્રમાણે ક્ષણવારમાં રાજ્ય ત્યજીને દીક્ષા લેવા માંડી છે. પણ હજુ તારે ભોગાવલી કર્મ બાકી છે તે પ્રતિબંધક છે. માટે જ્યાં સુધી એ પૂરેપૂરાં ક્ષય પામે ત્યાં સુધી વિલંબ કર. કારણ કે નિકાચિત કર્મ ભોગવ્યા વિના ક્ષય પામતું નથી; એ ભોગાવલી કર્મ બાકી હોય ત્યાં સુધી જિનેશ્વર ભગવાન્ પણ દીક્ષા આચરતા નથી માટે એમના શેષ અનુયાયીઓએ પણ તેમજ આચરણ કરવું. તેથી એ કર્મ ભોગવી લીધા પછી જ તું દીક્ષા ગ્રહણ કરજે, હમણાં આગ્રહ ત્યજી દે; કારણ કે જે પુન: પાછળથી ઉત્પન્ન થવાનું છે તેનો હમણાં નાશ કરવાથી પણ શું ?” એ પરથી એણે પોતાના પૌરૂષ' વિષે ખૂબ મનન કર્યું; અને દેવતાના વચનને નહીં ગણીને દીક્ષા લીધી જ; કારણ કે અર્થીજન દોષ જોતો નથી.
હવે આ આર્દ્રકકુમાર પ્રત્યેકબુદ્ધ વિહાર કરતા કરતા કોઈ ભવિતવ્યતાના યોગે જ વસંતપુર નામના નગરને વિષે આવ્યા; કે જ્યાં આકાશ સાથે વાતો કરતી ચુનાથી ધોળેલી હવેલીઓ જાણે દાતારજનોનાં યશના પિંડ જ હોય નહીં એમ વિરાજી રહી હતી; તથા અતિશય સુગંધ અને વિકાસને લીધે લક્ષ્મીના નિવાસસ્થાન એવા પુષ્પો વડે વાટિકાઓ તરતની ગુંથેલી માળાઓની જેમ, શોભી રહી હતી. એ નગરના કોઈ દેવમંદિરમાં, એ જંગમ શમતા રસ હોય નહીં એવા મુનિ ધર્મધ્યાનપરાયણ થઈ કાયોત્સર્ગ રહ્યા.
આ નગરને વિષે નિર્મળ ગુણોએ કરીને શ્રેષ્ઠ એવો એક અત્યંત સમૃદ્ધિવાન્ દેવદત્ત નામનો શેઠ વસતો હતો. એને સમાન રૂપ-ગુણવય આદિથી શોભતી ધનવતી નામે પત્ની હતી. પેલો જે બન્ધુમતીનો જીવ હતો તે સ્વર્ગથકી ચ્યવીને આ દંપતીને ત્યાં પુત્રીપણે અવતર્યો હતો; જંગમ લક્ષ્મી જ હોય નહીં એવી એ પુત્રીનું શ્રીમતી એવું નામ પાડ્યું હતું. ધાવમાતાઓથી ઉછેરાતી અને બન્ધુજનોથી લાડ લડાવાતી એવી એ બાળા અનુક્રમે હમણાં રમવા જવા જેટલી વયે પહોંચી હતી. એટલે
૧. પુરુષત્વ-આત્મબળ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૦૭
Page #223
--------------------------------------------------------------------------
________________
આ વખતે એ સમાનવયની બહેનપણીઓ સાથે રમતી રમતી જાણે એ જંગમતીર્થને વંદન કરવાને જ હોય નહીં એમ એજ દેવમંદિરને વિષે આવી; અને ત્યાં સર્વે પતિ વરવાની રમત રમવા લાગી; અથવા તો બાળપણને વિષે તો પોતપોતાના સ્વભાવને ઉચિત એવી જ ચેષ્ટાઓ થાય છે. એમાં સૌ પરસ્પર કહેવા લાગી-“હે સખીઓ ! સૌ પોતપોતાનો મનવાંછિત વર વરો,” એટલે સૌએ એમ કર્યું; અહો ! જેને વિષે આવા પ્રકારની ક્રીડાઓ અત્યંત વિરાજી રહી છે એવી જ બાલ્યાવસ્થા તેની કયો માણસ સ્પૃહા નથી કરતો ?
એવામાં શ્રીમતી બોલી-હે સખીઓ ! હું તો આ મુનિને વરી; એ જ મારા વર છે. કારણ કે સુધા થકી પર એવું જે-ભોજન-તે. કદિ કોઈને રૂચે છે ખરું ? તે વખતે આકાશવાણી થઈ કે-હે વત્સ ! તેં ઠીક વર પસંદ કર્યો, તે ઠીક વર પસંદ કર્યો; કારણ કે અનેક જણ અસારગ્રાહી હોય છે; સારગ્રાહી તો બહુ વિરલા જ હોય છે.” એમ પ્રશંસા કરી દેવતાએ મહાગર્જનાપૂર્વક રત્નવૃષ્ટિ કરી; કારણ કે દાન વિનાની એકલી પ્રશંસા એના ઘરને વિષે જ રહો (અર્થાત્ કંઈ કામની નથી.) ગર્જનાથી ભય પામીને શ્રેષ્ઠીપુત્રી, જાણે “ચિરકાળે મને પતિ મળ્યા છે, તે હવે જતા ન રહો” એવી બુદ્ધિથી જ હોય નહીં એમ મુનિને ચરણે વળગી પડી. એટલે “અહો ! આ મારા વ્રતરૂપી મેઘને, પુત્રને જેમ અતિશય લાડ તેમ, વાયુરૂપી અનુકૂળ ઉપસર્ગ થવા માંડ્યો” એમ વિચારી સાધુ સત્વર ત્યાંથી નીકળી ગયા; અથવા તો અગ્નિને પાસે આવતો જાણીને કોણ શીધ્ર નથી જતું રહેતું ?
પછી જેનો કોઈ સ્વામી ન હોય એવી લક્ષ્મી રાજાની છે એમ ગણી રાજા પોતે ત્યાં આવ્યો કારણ કે એની મેળે મુખને વિષે આવીને પડતો રસ કોને મળ્યો નથી લાગતો ? પણ અહો ! પોતે અનેક દેશના સ્વામી છતાં અને વળી અનેક કરોથી સ્કુરાયમાન થતા છતાં પણ રાજાઓ, રાહુથી જેમ ચંદ્રમા તેમ, ફક્ત એક લોભને લીધે જ દુઃખી થાય છે. કારણ કે એ રાજાના સેવકો જેવા પેલા રત્નોને ગ્રહણ કરવાને પ્રવૃત્ત થયા તેવા તેમણે (રત્નોને સ્થાને) ફૂકાર કરતા સર્પો
૨૦૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #224
--------------------------------------------------------------------------
________________
જોયા. રાજા લોભી હતો છતાં પણ રત્નોને લીધા વિના પાછો ગયો; કારણ કે જ્યાં સુધી ભય બતાવવામાં આવતો નથી ત્યાં સુધી જ લજ્જા રહે છે. એટલામાં આકાશને વિષે દેવી બોલી- “આ ધન મેં શ્રીમતીને વર તરફથી વરણા તરીકે આપ્યું છે.” એ સાંભળી લક્ષ્યથી ભ્રષ્ટ થયેલા ધનુર્ધારીની પેઠે રાજા વિલક્ષ થઈ ગયો. (ઝંખવાણો પડ્યો.) પછી સમસ્ત રત્નો શ્રીમતીનો પિતા પોતાને ઘેર લઈ ગયો; કારણ કે પોતાની મેળે ભેટ દાખલ આવી મળેલું ધન કોઈ મૂકી દે ખરો ? લોકો પણ આશ્ચર્ય પામતા પામતા ક્ષણવારમાં પોતપોતાને સ્થાને જતા રહ્યા; કારણ કે ગમે એટલાં કૌતુકો જોવાથી પણ કંઈ પેટ ભરાતું નથી.
હવે કેટલેક વર્ષે શ્રીમતી નાના પ્રકારના યુવાનોના મનરૂપી નેત્રોને વશ કરવાને કામણરૂપ એવી યૌવનાવસ્થાને પામી. તેના સોનારૂપાના નૂપુરોવાળા ચરણ જાણે કમળોને પરાજય કરીને (તેમણે) પ્રાપ્ત કરેલો એવો જે યશ-તેનાથી યુક્ત હોય નહીં એમ વિરાજવા લાગ્યા. હાથીની સૂંઢ જેવી એની બંને ઋજુલ અને કોમળ જંઘા એની કાયાની અને ચિત્તની જાણે સરલતા સૂચવતી હોય નહીં ! એવી હતી. એના ગોળ, વિશાળ, કદળીસ્તંભ જેવા ઉરૂ જાણે શંભુના નેત્રના અગ્નિથી તપી ગયેલા કામદેવે આલિંગન કરેલા હોય નહીં એવા શોભતા હતા. વળી કામદેવરૂપી ભિલ્લ અજીત થઈ પડ્યો છે; તે પણ એના મરૂદેશની ભૂમિ જેવા ઉચ્ચ નિતમ્બપ્રદેશોનો જ જાણે આશ્રય લઈને હોય નહીં ! ઉપર રહેલી ત્રિવલિવાળી એની કુક્ષિ પણ કૃશ હતી. અથવા તો વ(બ) લિથી પરાજય પામેલો એવો કોણ કૃશ નથી થઈ જતો ? એના વિસ્તારવંત અને પુષ્ટ વક્ષો જ જાણે યુવાનોના ચિત્તને મોહ પમાડવાને ઈન્દ્રજાળિકના બે ગોળા જ હોય નહીં એવા શોભતા હતા. ભુજાના અગ્રભાગે રહેલા એના બંને કર જાણે, એના ચન્દ્રવદનની શોભાને નહીં જોઈ શકવાથી પોતાના નાળવા રૂપી ચરણને ઊંચા રાખી પોતે અધોમુખે (મુખ નીચું કરી) રહેલા બે કમળો જ હોય નહીં એવા દીપતા હતા. ચંદ્રમાનું કલાવાપણું તો
૧. વત્નિ ને બદલે વનિ પણ કવચિત વપરાય છે. અને વનિ નો બળવાન એવો પણ અર્થ થાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૦૯
Page #225
--------------------------------------------------------------------------
________________
જ જણાય કે જો (ચંદ્ર) એના મુખની તદ્દન પાસે આવીને પોતાની કળા બતાવે; અન્યથા તો (શરમાઈને દૂર જતો રહ્યો છે એટલે) ત્યાં રહ્યો રહ્યો ભલે મુખવિકાસ કર્યા કરે ? એમ એનાં બીજા પણ અવયવો લોકોના ચિત્તને પ્રીતિ ઉપજાવનારા હતા; અથવા તો મોદકનું તો સઘળું ચે મિષ્ટ જ છે.
હવે આવી યૌવનમાં આવેલી શ્રીમતીને પરણવાને, પદ્મિનીની પાસે જેમ ભ્રમરો તેમ એની પાસે અનેક સુંદર વર આવતા. તે વખતે એનો પિતા કહેતો કે-હે પુત્રી ! ઘણા ઘણા ઉત્તમ વરનાં ભાગમાં આવે છે માટે તું એમાંના કોઈને કબુલ રાખ. ત્યારે શ્રીમતી પણ કહેતી જેહે પિતા ! હું તો સાક્ષાત નિધાન જેવા કે ભટ્ટારક (સાધુ) દેવમંદિરને વિષે આવ્યા હતા તેને જ વરી ચૂકી છું. વળી એ વખતે એ મારાં કાર્યથી પ્રસન્ન થયેલી દેવીએ વરણાના રનની વૃષ્ટિ કરી હતી તેથી તે (કાર્ય) દેવની પણ સાક્ષિએ થયેલું છે. વળી હે તાત ! આપ પણ એ રત્નો લઈ આવ્યા તેથી આપની પણ એમાં ખરી સંમતિ થયેલી છે; એમાં જરાએ વાણીનો વ્યાપાર (મોઢાની વાતો) નથી. માટે સર્વ લોકની સાક્ષીએ મારો આ પ્રમાણે તેની સાથે પ્રકલ્પ કર્યા પછી મને બીજા સુરેન્દ્ર સમાન વરને પણ આપવી યોગ્ય નથી. કારણ કે આપે શું “સત્પરષો વચનની પેઠે કન્યા પણ એક જ વાર આપે છે એવું જે સર્વ લોકો કહે છે તે નથી સાંભળ્યું?
પુત્રીનાં આવાં બુદ્ધિવાળાં વચનો સાંભળીને દેવદત્તને કહેવું પડ્યું કે-હે બાળા ! તું જાણે બૃહસ્પતિની જ પુત્રી હોય નહીં એમ મહાપંડિતા છો. પણ એ મુનિ ક્યાં હશે તે આપણે જાણતા નથી, કારણ કે જાણે ચરણે ભમરા હોય નહીં એમ એ મુનિજનો એક સ્થળે પગવાળીને બેસતા નથી. એ તારા અભિષ્ટ મુનિ આવશે કે નહીં, તે પણ કહેવાય નહીં; છતાં વળી દૈવયોગે અહીં આવી ચડશે તો તે
૧. બગાસાં ખાધા કરે. ભાવાર્થ એવો છે કે ચંદ્રમા પણ તેના મુખ સૌંદર્યથી લજવાઈ જઈ દૂર જતો રહ્યો છે, અહીં આવી શકતો નથી, ત્યાં બેઠો બેઠો બગાસાં
ખાય છે.'
૨૧૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #226
--------------------------------------------------------------------------
________________
ઓળખાશે પણ કેવી રીતે ? કારણ કે આ નગરમાં એવા સાધુઓ કંઈ થોડાઘણા આવતા નથી; અને વળી તેઓ સર્વે એકસરખા જ હોય છે. છાશ ઉજળી અને દુધ પણ ઉજળું-એનો ભેદ કોણ ઓળખાવી શકે ? વળી હે પુત્રી ! એ તને ચાહે છે કે નહીં એની પણ તને ખબર છે ? માટે જ્વરનો નિગ્રહ કરનાર એવા પણ તક્ષકસર્પના મસ્તકના મણિ જેવા (અગ્રાહ્ય) એ સાધુની વાત પડતી મૂક. અને આ જે આટલા બધા શ્રીમંત-કુળવાન-સુભગ અને રૂપવંત વર આવ્યા છે એમનામાંના એકને તું વર.
એ સાંભળી પુત્રીએ કહ્યું હે તાત ! આપે જે આદેશ કર્યો તે નિ:સંશય તેમજ છે; આપ વડીલનાં વચનો સત્ય જ છે. પણ હે પૂજ્ય પિતાજી ! તે વખતે જે ગર્જના થઈ હતી તેથી ચમકી જઈને હું એ મુનિનાના ચરણે વળગી પડી હતી તેથી, બુદ્ધિમાન પુરુષો જેમ શ્લોકાદિના. લક્ષણને તેમ, મેં એમના ચરણે એક લક્ષણ જોયું હતું; આ ભવમાં નિશ્ચયે એ સાધુ જ મારા સ્વામી છે; અન્યથા સુંદર એવા પણ ભોગોતે જાણે રોગો હોય નહીં એમ મારે કંઈ કામના નથી. એના સિવાય અન્ય ગમે તેવા ઉત્કૃષ્ટ વર, પંચધારાએ વહેતી એવી પણ મુખની વાણી તૃપ્તિશાલી જનને જેમ અરૂચિકર છે તેમ મારા ચિત્તને બિલકુલ અરૂચિકર છે. પુત્રીનાં આવાં ડહાપણ ભરેલાં વચનો સાંભળીને “તારાં પુણ્ય બળવત્તર હશે તો એ એને અહીં ખેંચી લાવશે” એમ શેઠે કહ્યું, કારણ કે માબાપનો અપત્ય પ્રત્યે આવો જ પ્રેમ હોય છે.
પછી પિતાના એવા આદેશ વચનથી શ્રીમતી ભિક્ષક-સાધુઓને વર્ષાઋતુના મેઘની જેમ અવિશ્રાન્તપણે દાન દેવા લાગી. પાદચિન્હને જોવાની ઈચ્છાને લીધે એ નીચી નમી નમીને મુનિઓને વંદન કરવા લાગી; અહો ! જેનો જેને અર્થ હોય છે તેનો તેને વિષે જ આદર હોય છે. આÁકમુનિ તો શકુન જોવા પણ એ નગર તરફ આવ્યા નહીં; કારણ કે જે ગામ જવું ન હોય તેની વાટ કોણ પૂછે ? પણ. દિશા ભૂલી જવાને લીધે જ એઓ બારમે વર્ષે ત્યાં આવી ચઢ્યા. માટે જ લોકો કહે છે કે માણસનું ધાર્યું કશુંયે થતું નથી. ત્યાંએ મુનિ માધુકરી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૧૧
Page #227
--------------------------------------------------------------------------
________________
વૃતિ કરતા કરતા ઘટ્ટકુટીપ્રભાતન્યાયે શ્રીમતીને જ ઘેર આવી ચઢ્યા. એટલે નાનાપ્રકારના પણ ગોસમૂહને વિષે ગોવાળણી જેમ વૃષભને ઓળખી કાઢે તેમ શ્રીમતીએ પણ એમને ચિન્હ જોઈને ઓળખી કાઢ્યા. તે પરથી તેમને પ્રેમપૂર્વક કહ્યું-હે પ્રાણનાથ ! જેમને મેં બાળપણને વિષે દેવમંદિરમાં ક્રીડા કરતાં કરતાં સ્વેચ્છાએ વર્યા હતા એવા-આપ હરિણી સમાન મારા જેવી મુગ્ધાને ત્યજી દઈને કોઈ દેશાન્તરે જતા રહ્યા હતા; કારણ કે બાળકને છેતરવું બહુ સહેલું છે. પણ હવે તો હું મૂકીશ ત્યારે જ તમે જવા પામશો; કારણ કે એક વાર છેતરાયો એ પુન: સાવધાન રહે છે.
હે ચન્દ્રબંધુ-સ્વામીનાથ ! જ્યારથી આપને મેં જોયા નથી ત્યારથી કુમુદિનીની પેઠે હું દુ:ખે કાળ નિર્ગમન કરું છું. માટે હે મહાકરૂણાસાગર ! હવે આપ કૃપા કરીને મારી સાથે લગ્ન કરો; કારણ કે સત્પુરુષો નિરંતર દુઃખીજનો તરફ વત્સલભાવ રાખે છે. જો કદિ વ્રતને વિષે આગ્રહ કરીને, મને નહીં પરણો તો હું તમને નિશ્ચયે સ્ત્રીહત્યા દઈશ. શ્રીમતી આ પ્રમાણે બોલતી હતી એટલામાં તો ત્યાં બહુ માણસો એકઠાં થઈ ગયાં; તથા આલેખાઈ ગયું છે મન જેનું એવો રાજા પણ આવી પહોંચ્યો. નૃપતિ પ્રમુખ સર્વ લોકો કહેવા લાગ્યા-હે સાધુ ! આ બાળાની પ્રાર્થના સફલ કરો; કારણ કે સાધુ અને કલ્પતરૂ બંનેને સમાન જ ગણ્યાં છે. સાધુએ ઉત્તર આપ્યો-હે અંગના ! રોગી જેમ અપથ્યને વિષે તેમ તમે મારે વિષે પ્રેમ દર્શાવો છો એ ખોટું છે. કારણ કે;
शल्यं कामा विषं कामाः कामा आशीविषोपमा । कामांश्च प्रार्थयमाना अकामा यान्ति दुर्गतिम् ॥
૧. ઘટ્ટ=કર; કુટી=સ્થાન; ઘટ્ટકુટી=કર લેવાનું સ્ટેશન. કર લેવાના સ્ટેશન આગળ જ પ્રભાત થવું એ ન્યાયને ઘટ્ટકૂટીપ્રભાત ન્યાય કહે છે. (કર ન આપવો પડે માટે કોઈ, (દૃષ્ટાંત તરીકે ગાડીવાળો) રાત્રિને સમયે આડે અવળે રસ્તે થઈને ગાડું હાંકે પણ સવાર પડ્યે તો જ્યાં આવવું જ નહોતું એ સ્ટેશન આગળ જ અજાણપણે આવી ચઢ્યો જુએ છે; અને કર આપવો પડે છે.
૨૧૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #228
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ કામ શલ્ય જેવો છે, કામ વિષસમાન છે અને કામ સર્પની ઉપમાને યોગ્ય છે; વળી કામની પ્રાર્થના કરનારાઓ પોતાનાં કામ (મનવાંછિત કાર્યો) પૂર્ણ કર્યા વિના દુર્ગતિમાં જાય છે. એ શલ્યાદિ ત્રણ વાનાં તો આ જન્મને વિષે જ પીડા કરે છે પરંતુ આ કામ તો પાપકર્મોની પેઠે ભવોભવ દુઃખદાયક થાય છે. પ્રવ્રજ્યા અંગીકાર કરીને, જે કામભોગને ઘરના કચરાની પેઠે ત્યજી દીધા છે તેવા ભોગવિલાસને હું હવે કેવી રીતે ભોગવું ? કારણ કે કોઈ માણસ વમન કરેલું પાછું ખાતો નથી માટે તમે મારી આગળ અશુભ સ્વપ્નની જેમ કામભોગની વાત પણ કરવી રહેવા ધો.
એ સાંભળીને રાજા પ્રમુખ સૌ કહેવા લાગ્યા...હે મુનિવર ! એ સર્વ સત્ય છે; પણ અમારે જે કંઈ કહેવાનું છે તે, હે મુનિ ! તમે સાંભળો. બહુ બહુ વર્ષો થયાં, આને પરણવા લાયક વયે પહોંચ્યાં છતાં પણ સ્વપ્નને વિષે પણ આપના સિવાય અન્ય વરને ઈચ્છક્યો નથી, માટે હે વિચક્ષણ મુનિ ! એનો મનોરથ પૂર્ણ કરો; અન્યથા સ્ત્રીહઠને લીધે કદાચિત પ્રાણ ત્યાગ કરશે, એમ ન થવા ધો. હે સાધુ ! ભોગવિલાસ ભોગવી લઈ પુનઃ પણ દીક્ષા આચરજો; કારણ કે એમ કરવાથી પાછળથી પણ શુદ્ધ થવાય છે.” એ સાંભળી મુનિએ દેવતાનું દીક્ષા પ્રતિષેધક વચન યાદ આવવાથી તથા શ્રીમતીના બધુ અને રાજા આદિની પ્રાર્થનાથી, પોતાને અરૂચિકર એવું પણ એ લોકોનું કહેવું માન્ય કર્યું. કારણ કે પાંચ માણસો ભેગા થઈને એકલો હોય એને ગાંડો કરી મૂકે છે. ચારિત્રનો ત્યાગ કરીને એણે શ્રેષ્ઠીપુત્રીનું પાણિગ્રહણ કર્યું; અથવા તો કર્મને અન્યથા કરવાને કોઈ સમર્થ નથી.
પછી આર્દ્રકુમારે શ્રીમતીની સંગાથે રહીને ગૃહસ્થાશ્રમ પાળવા માંડ્યો; અહો ! પ્રાણીને એકજ ભવને વિષે અનેક અવસ્થાઓ થાય છે. પ્રીતિપૂર્વક વિવિધ પ્રકારના ભોગવિલાસ અનુભવતા એ દંપતીને એક કુલદીપક સમાન પુત્ર થયો; એણે વખત ગયે ધાવણ મૂક્યું; અને એની જીભ પણ કોઈ વૃક્ષનાં એવાં મૂળીઆંથી અત્યંત મર્દન થઈ હોય નહીં એમ અનુક્રમે સારી રીતે છુટી પડવા લાગી. પુત્ર યોગ્ય વયે પહોંચ્યો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૧૩
Page #229
--------------------------------------------------------------------------
________________
એટલે હવે સ્વામીએ શ્રીમતીએ કહ્યું- હે પતિવ્રતા ! રોહિણીને જેમ બુધ તેમ તને હવે આ પુત્ર સહાયકર્તા થયો છે. માટે મને રજા આપ કે જેથી હું પુનઃ વ્રત આદરું; કારણ કે પાશ થકી જેમ પક્ષી તેમ હું આ ગૃહસ્થાશ્રમ થકી નીકળી જવા ઈચ્છું છું. જો તું હા નહીં કહે તો હું દીક્ષા નહીં લઉં; કારણ કે એ વારંવાર ગ્રહણ કરવી અને મૂકી દેવી એ બાળકની રમત કહેવાય.” શ્રીમતી તો આ પરથી આ વૃત્તાન્ત પોતાના પુત્રને જણાવવાને રૂ કાંતવાનો રેંટીઓ અને પુણી લઈને બેઠી; કારણ કે સ્ત્રીઓને એકદમ બુદ્ધિ સૂઝી આવે છે.
માતાને રૂ કાંતતી જોઈને પુત્ર બોલ્યો-હે માતા તેં આ સામાન્ય માણસોની પેઠે શું કરવા માંડ્યું ? માતાએ કહ્યું-હે વત્સ ! તારા પિતા દીક્ષા લેવાના છે તેથી મેં એ આદર્યું છે; કારણ કે પતિ વિનાની સ્ત્રીઓને પ્રાયઃ એજ આજીવિકા છે. એ પરથી પુત્ર લાડવાળાં, વિશ્વાસજનક શબ્દોથી માતાને કહેવા લાગ્યો-હું મારા પિતાને બાંધી રાખીશ; પછી એ કેમ કરીને જશે ? એમ કહીને એણે ટીઆ પરથી સૂતરનો તાંતણો લઈને, ચોથું મંગળ ફરતી વખતે સાળો વરના ચરણ બાંધે છે તેમ, પિતાના ચરણ બાંધ્યા. પછી કહેવા લાગ્યો-માતા ! તું હવે ભય રાખીશ નહીં. મેં મારા પિતાને સજ્જડ બાંધ્યા છે, એટલે એ કર્મથી બંધાયેલા સંસારી જીવની પેઠે અહીંથી છુટી જઈ શકશે નહીં.
એટલે આÁકકુમારે પણ વિચાર્યું-અહો ! આ બાળને પણ નારંગી આદિ ફળને વિષે હોય તેવો મારે વિષે કોઈ અવર્ણનીય સ્નેહ છે. માટે આ મારા પગ પર પુત્રે સૂતરના જેટલા આંટા દીધા છે તેટલા વરસ પર્યન્ત હું ગૃહસ્થાશ્રમને વિષે રહીશ; કારણ કે એ આંટા અદષ્ટ જ દેવરાવ્યા છે. એમ કહી એણે એ આંટા ગણી જોયા તો સ્વર્ગમાર્ગની આડા બંધ હોય નહીં એવા બરાબર બાર થયા. આમ એ આદ્રકકુમાર વ્રત લેતાં અટક્યો; માટે જ વિદ્વાન લોકો કહે છે કે મોટા માણસોના પણ યાંતિ વધુ વિનાનિ ઉત્તમ કાર્યો બહુ વિપ્નયુક્ત હોય છે. આ પ્રમાણે શ્રીમતીએ પુત્ર દ્વારા પતિને વ્રત ગ્રહણ કરતા અટકાવ્યા; કારણ કે અન્ય ઉપાયથી સિદ્ધિ થતી હોય ત્યાં સુધી વૈર કોણ ઉત્પન્ન કરે ?
૨૧૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #230
--------------------------------------------------------------------------
________________
પણ આદ્રકકુમારને તો સમૃદ્ધિવાન્ એવો પણ ગૃહવાસ પ્રીતિદાયક થઈ પડ્યો નહીં; કારણ કે રાજહંસને સુવર્ણનું પાંજરૂ યે સુખકારક થતું નથી.
હવે આÁકકુમારે સુખે દુઃખે પણ સંસાર ચલાવવા માંડ્યો; અને જેમ તેમ કરીને બાર વર્ષ નિર્ગમન કર્યા. બારમા વર્ષને અંતે એણે એકવાર રાત્રિને વિષે પોતાના મનમાં સંવેગ રૂપી રસની નીક સમાન એવો વિચાર કરવા માંડ્યો-અહો ! ગતભવને વિષે મેં નિશ્ચયે વ્રતભંગ કર્યું હશે, તેના જ પ્રભાવથી તેમને ખેદ થાય છે કે, હું અનાર્યદેશમાં ઉત્પન્ન થયો; અને તેમા પણ વ્રતભંગનું ફળ જાણતાં છતાંયે મેં-પાપીએ કાયાએ કરીને હમણાં વ્રતને ભાંગીને તેના કકડે કકડાં કરી નાંખ્યા. જ્યારે અજ્ઞાનપણે પાપ કર્યાથી પણ મહાદુઃખ ભોગવવું પડે છે, ત્યારે તો જાણતાં છતાં પણ એ (પાપકર્મ કરનારની તો શી ગતિ થશે ? આ પૃથ્વી પર જેઓ ધર્મને ઓળખતા જ નથી તેઓની અવસ્થા શોક કરવા લાયક છે; પણ જેઓ જાણતાં છતાંયે એ કરતા નથી તેઓ એ કરતાં વધારે શોક કરવા લાયક છે; અને જેઓ ધર્મને ગ્રહણ કરીને એને અધવચ્ચે પડતો મૂકે છે એઓની અવસ્થા તો સૌથી વધારે શોક કરવા લાયક છે. મારે પણ આ છેલ્લા ગણાવેલા જનવર્ગ જેવું થયું છે. | માટે હું હવે એ શુદ્ધિને અર્થે દીક્ષા ગ્રહણ કરું; કારણ કે ડૂબેલો એવો ડાહ્યો માણસ કદિ વધારે ડૂબવાનું કરે ખરો ?” એમ વિચારીને એણે પ્રભાત થયો એટલે શ્રીમતીને કહ્યું-હવે હું દીક્ષા લઈશ, કારણકે હવે તારો પુત્ર, વૃષભની પેઠે, કામકાજની ધુરાને વહન કરી શકે એવો થયો છે. એ સાંભળીને બુદ્ધિવાન્ એવી શ્રીમતિ સતીએ પતિને જવા દીધા; કારણ કે પંડિતજનો કોઈ પણ કાર્યને વિષે એકાગ્રહી થતા નથી. પછી આÁકકુમારે અનન્તાનન્ત દુષ્કર્મોને મૂળમાંથી ઉખેડી નાંખવાને સમર્થ એવી ભાગવતી-દીક્ષા પુનઃગ્રહણ કરી. પુનઃદીક્ષા ગ્રહણ કરીને એ મહાત્મા મુનિએ ત્રણ જગતના ગુરુ એવા શ્રી મહાવીર ભગવંતના ચરણને વંદન કરવા તથા પોતાના ગુરુ અભયકુમારનાં દર્શન કરવા રાજગૃહનગર ભણી વિહાર કર્યો; કારણ કે કયો વિદ્વાન્ પુરુષ વિશિષ્ટ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૧૫
Page #231
--------------------------------------------------------------------------
________________
ગુણના લાભને અર્થે પ્રયત્ન નથી કરતો ?
હવે પેલા પાંચસો સામન્તો જેઓ પૂર્વે આ આર્દ્રકકુમારના રક્ષકો હતા એઓ હમણાં ચોરવૃત્તિથી અરણ્યને વિષે રહેતા હતા; કારણ કે રાજસેવાથી વિમુક્ત એવા પાયદળને બીજો શો માર્ગ રહ્યો ? માર્ગને વિષે જતા આ આકમુનિને, કપિલમુનિને પાંચસો ચોરો મળ્યા હતા તેમ પોતાના આ પાંચસો સામન્તો મળ્યા. એમણે મુનિને ઓળખી કાઢ્યા અને હર્ષ સહિત વાંધા; કારણ કે ચિરકાળે સ્વામીને જોવાથી કોને હર્ષ નથી થતો ? મુનિએ પણ ધર્મલાભ પૂર્વક એમને કહ્યું-અરે ભાઈઓ ! તમે ખાટકીની જેમ આ શી કુજીવિકા લઈ બેઠા છો ? પેલાઓએ કહ્યું-હે સ્વામી ! તમે તે વખતે અમને છેતરીને ક્યાં જતા રહ્યા તેની અમને બિલકુલ ખબર પડી નહીં, અમે તો તમને બહુબહુ પ્રયાસ વડે સર્વત્ર શોધ્યા, પરંતુ અમારા જેવા ભાગ્યહીનને આપ મળ્યા જ નહીં, એટલે રણક્ષેત્રને વિષેથી પલાયન કરી ગયેલાઓની પેઠે અમે રાજાને મુખ બતાવવાને અસમર્થ હોઈને (ત્યારથી જ) અહીં રહ્યા છીએ. સ્વામિની સેવાથી ભ્રષ્ટ થયેલા એવા અમે અહીં ચૌરવૃત્તિથી જ આજીવિકા ચલાવીએ છીએ; કારણ કે સ્થાનથકી ભ્રષ્ટ એવા દંત-કેશ-નખ-અને માણસો શોભતા નથી.
સાધુએ કહ્યું-અરે ! તમે અહીં આ પ્રમાણે દુઃખમાં રહો છે એ યુક્ત નથી, કારણ કે આ નરજન્મ છે તે યુગશમિલાન્યાયે દુર્લભ છે. પેલાઓએ પૂછ્યું-હે સ્વામી ! યુગશમિલા શું ? ત્યારે ભવ્યજનને પ્રતિબોધ પમાડવાને વિષે ચતુર એવા મુનિએ કહ્યું-કોઈ માણસ સમુદ્રના પૂર્વ ભાગમાં એક યુગને લઈને નાંખે, અને એના છેક પશ્ચિમ ભાગમાં એ યુગની સળીને લઈને નાંખે, તો જેમ ઘણે કાળે પણ એ સળીનો યુગના છિદ્રને વિષે પ્રવેશ થવો દુર્લભ છે, તેમ મનુષ્યનો ભવ પણ એક વાર ગુમાવ્યો તો પુનઃ મળવો દુર્લભ છે. વળી એ સળી તો કોઈવાર પણ પ્રચંડવાયુથી ઉછાળા મારતાં મોજાઓથી પ્રેરાઈને એ યુગના છિદ્રને પામે પણ ખરી; પરંતુ નિદ્રા-હાસ્ય કષાય આદિથી વૃથા ગુમાવેલો મનુષ્યજન્મ તો બીજીવાર મળતો જ નથી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૧૬
Page #232
--------------------------------------------------------------------------
________________
માટે હે વિવેકી સામન્તો ! સર્વ પુરુષાર્થને સધાવવાવાળો એવો નરજન્મ પ્રાપ્ત કરીને ધર્મકાર્યને વિષે પ્રવૃત્ત થાઓ. મન-વચન અને કાયાએ કરીને નિરંતર ત્રસ અને સ્થાવર પ્રાણીઓની ઉત્તમ રક્ષા કરવી-કરાવવી અને કરવાની અનુજ્ઞા આપવી; તથા સર્વદા સર્વ પ્રાણીઓને વિષે અનુકમ્પાવાળું-લોકોને પ્રિય-અને પહેલેથી વિચારેલું એવું સત્ય ભાષણ કરવું; વળી સૂક્ષ્મ કે બાદર પણ પારકી વસ્તુને મહા સર્પના વિષને પેઠે ત્યજી દેવી; અને સર્વ દેવ-મનુષ્ય અને તિર્યંચની સ્ત્રીઓને યાવજ્જીવ મન-વચન-કાયાએ કરીને માતા અને બહેન સમાન નિરખવી; તથા અપથ્યને વિષે જેમ રોગી કરે તેમ, બાહ્ય- અત્યંતર સર્વ પરિગ્રહને વિષે સદાકાળ મુર્છાનો ત્યાગ કરવો; એ ‘ધર્મ' કહેવાય છે. એ ધર્મ ઉત્કૃષ્ટ બન્ધુ સમાન છે. પરમવત્સળ મિત્ર જેવો છે; વળી દુઃખરૂપી સર્પને દૂર કરવા મહામંત્રતુલ્ય છે; અને પાપરૂપી વ્યાધિનું ઉત્તમ ઔષધરૂપ છે. જો તમે સ્વામિભક્ત હો તો હુંયે એનો પુત્ર છું એટલે એક સારસને માર્ગે બીજા સારસો ચાલે છે તેમ તમે પણ મારે માર્ગો ચાલો. પોતાના સ્વામીના પુત્રનો આવો ઉપદેશ સાંભળીને તેઓ બોલ્યા-અમારા ગૃહવાસને વિષે આપ અમારા સ્વામી હતા તો હવે તમારો બોધ પામેલા અમારા જેવાના આપ ગુરુ પણ થાઓ. માટે હે સ્વામી ! હવે અમને દીક્ષા આપીને આ સંસારમાંથી તારો; કારણ કે કુવામાં પડતો એવો કોણ માણસ હસ્તનો ટેકો નથી ઈચ્છતો ? પછી મુનિવરે એ સર્વ સામંતોને દીક્ષા આપી, કારણ કે મોટા પુરુષો સર્વદા હજારોના ઉદર ભરવાવાળા હોય છે.
પછી આગળ આર્દ્રકમુનિ અને પાછળ તત્કાળદીક્ષિત પાંચસો યે સાધુઓ એમ વિહાર કરતા એઓ જાણે ટૂથપતિ-હસ્તિ અને એનાં બચ્ચાંઓ ચાલ્યાં જતાં હોય નહીં એમ અત્યંત શોભવા લાગ્યા. એવામાં માર્ગને વિષે એ મુનિસિંહને, દુ:ખે જોઈ શકાય એવો, દુર્મુખ અને કલહપ્રિય ક્ષુદ્રવાદ્ય જેવો ગોશાળો સામો મળ્યો. પોતાને વિશેષ જ્ઞાની માનતો એ ગોશાળો વગર બોલાવ્યે વાચાળ થતો આવ્યો અને આર્દ્રકમુનિની સાથે વિવાદ કરવા લાગ્યો. એટલે ત્યાં તો ભૂચર પ્રાણીઓ, અને ખેચરવિદ્યાધરાદિ એકઠા થઈ ગયા અને નેત્ર પ્રસારીને જોવા લાગ્યા; કારણ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૧૭
Page #233
--------------------------------------------------------------------------
________________
કે પારકું વગર પૈસાનું કૌતુક કોણ નથી જોતું ? ગોશાળે આર્દ્રકમુનિને કહ્યું-તમે આ કેશલોચાદિ ક્રિયા કરો છો તે સર્વ ઉષરભૂમિને વિષે બીજ વાવવાની જેમ વ્યર્થ છે; કારણ કે શુભાશુભ ફળ આપનારી એવી એકલી નિયતિ જ, સર્વ ધાન્યોને જેમ વૃષ્ટિ તેમ, સર્વ ભાવની હેતરૂપ છે. અથવા તો અશ્વો સર્વે અશ્વસમાન છે. હસ્તિઓ હસ્તિ જેવા છે, મનુષ્યો સર્વે મનુષ્ય જેવા છે, અને સ્ત્રીઓ પણ સર્વે સ્ત્રી તુલ્ય છે; વળી ટાઢ શિયાળામાં પડે છે, તડકો ઉનાળામાં પડે છે, અને વરસાદ ચોમાસામાં આવે છે-એ સર્વ બનાવોમાં નિયતિ જ કારણરૂપ છે. હે મુનિ ! જો એ ઠેકાણે નિયતિ કારણરૂપ ન હોય તો આ નિયતાકારકો બહુ અલ્પ છે તે કેમ હોય ? સ્વર્ગાદિ પણ જો પ્રાપ્ત થવાનાં હશે તો તે અહીં (આ પૃથ્વીપર) પણ પ્રાપ્ત થશે. માટે તમે તુષખંડની પેઠે વૃથા તપશ્ચર્યાનું દુઃખ સહન કરો છો.
ગોશાળાએ આ પ્રમાણે આક્ષેપ સહિત અને મોટે સ્વરે મુનિને કહ્યું તે સાંભળીને એ મુનિરાજથી પણ બોલ્યા વિના રહેવાયું નહીં, કારણ કે મૃગરાજસિંહ શું કોઈની પણ હાક સહન કરે ખરો ? એ સાધુ બોલ્યા-અરે ! તારો કપોલવાદ માત્ર પામરજનોની પર્ષદાને વિષે જ સારો છે; (કારણ કે) શિયાળીઆની કીકીયારી શિયાળીઆઓના ટોળાને વિષે જ દીપે છે. આ નિયતિ છતાં પણ કર્મ તો સ્વભાવની સાથે લાગેલું જ છે; કાળ અને ઉદ્યમ વિના કાર્યસિદ્ધિ થતી નથી. જો નિયતિ જ સર્વ ભાવવસ્તુઓનું કારણ હોય તો કોઠારને વિષે રહેલાં બીજ પણ કાર્ય કેમ ન સાધે (કેમ ન ઉગે)? “નિયતાકાર કાળ” એમ તેં પ્રતિપાદન કર્યું એટલે તેં સ્વયમેવ કાળને પણ પ્રમાણરૂપ માન્યો કહેવાય.
પણ નિયતિ પ્રમુખ વિના એકલો કાળ પણ હેતુરૂપ નથી. કારણ કે એમ હોય તો કોઈ વખત વર્ષાકાળને વિષે પણ વૃષ્ટિ થતી નથી એ કેમ બને ? પ્રતિમા બનાવવાને યોગ્ય અથવા અયોગ્ય એવા પાષાણ અથવા કાષ્ટના નિશ્ચિત દૃષ્ટાંતોથી ‘સ્વભાવ'ની હેતુતા પણ સિદ્ધજ છે; એટલે કે બીજાઓની સાથે ‘સ્વભાવ' પણ એક હેતુ છે, એમ સિદ્ધ થાય છે. વળી એ ‘સ્વભાવ' એકલો હેતુભૂત છે એમ પણ ન માનવું; અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૧૮
Page #234
--------------------------------------------------------------------------
________________
કારણ કે જો એમ હોય તો પુરષના પ્રયત્ન વિના પણ યોગ્ય કાષ્ટની પ્રતિમા બનત. વ્યવહારનું સમપણું છે તો પણ કોઈ સ્થળે લાભ થાય છે અને અન્ય સ્થળે નથી થતો માટે “કર્મ' પણ નિશ્ચયે ઉપર કહેલા હેતુઓની સાથે એક હેતુ છે એમ સમજવું. વળી નિકાચિત એવું જે કર્મ તે પણ કોઈ વખત ઉપર કહ્યો એ પુરુષકાર આદિથી પરાજય પામે છે માટે કર્મ પણ એકલું જ કારણભૂત નથી. ઉદ્યમથી ભૂમિ ખોદવાથી જળનો પ્રવાહ નીકળે છે માટે એ ઉધમને પણ તારે એક હેતુ માનવો પડશે. વળી નિયતિ પ્રમુખ વિના આ પુરુષકાર (ઉદ્યમ) એકલો જ હેતુરૂપ નથી; કારણ કે પ્રયત્ન કર્યો છતે પણ ભૂમિમાંથી જળ નિસરતું નથી એમ પણ કવચિત બને છે. માટે એ સર્વે ભેગાં મળીને જ (કોઈ) કાર્યના હેતુભૂત થાય છે.
એકજ વસ્તુમાંથી કદિ પણ બીજી વસ્તુ સંભવતી નથી; સર્વ વસ્તુઓ સામગ્રી (સઘળી-ઘણી-અનેક વસ્તુઓ) થકી ઉત્પન્ન થાય છે, માટે નિશ્ચયે આ વિવાદના વસ્તુ રૂપ કાર્યની ઉત્પત્તિ અન્વય-વ્યતિરેકના અનુવિધાયિત્વને લીધે નિયતિ પ્રમુખ સર્વના એકત્ર મળવા થકી જ થાય છે. જેના અન્વય વ્યતિરેકનું જે અનુવિધાન કરે છે તે તેમાંથી ઉત્પન્ન થાય છે. દૃષ્ટાંત તરીકે (જેમકે) અંકુર એ બીજાદિનો અનુવિધાયક છે. વળી વિવાદના વસ્તુરૂપ એવું એ કાર્ય કાળાદિ સામગ્રીનું અનુવિધાયક છે માટે એ એમાંથી જ ઉત્પન્ન થાય છે એવું અનુમાન પણ થાય છે. આ પ્રમાણે યુક્તિ પ્રમાણ આદિવડે આÁકમુનિએ પરાજય પમાડ્યો એટલે એ ગોશાળ (ળો) મૌન રહ્યો; કહ્યું છે કે સૂર્યના પ્રતાપ આગળ પતંગીયું ક્યાં સુધી તેજસ્વી દેખાય ? ખેચરાદિ પણ હર્ષ સહિત જયમંગળ શબ્દ કરતા, યુદ્ધને વિષે વિજય પામેલા સુભટની જેમ આÁકમુનિની સ્તુતિ કરવા લાગ્યા.
અહીંથી આગળ ચાલતાં આÁકમુનિ હસ્તિતાપસ નામના એક આશ્રમ પાસે આવી પહોંચ્યા. તે આશ્રમની ઝુંપડીઓ સર્વે તાપસ અને તાપસીઓથી પુરાઈ ગઈ હતી. વળી ત્યાં તડકામાં હસ્તિનું માંસ પડેલું હતું; તથા સર્વત્ર હસ્તિના અસ્થિ-ચર્મ-દાંત આદિ વેરાયેલાં પડ્યાં હતાં
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૧૯
Page #235
--------------------------------------------------------------------------
________________
તેથી એ એક ખાટકીના ઘર જેવો જણાતો હતો. એ તાપણો અહીં નિરંતર હસ્તિઓને જ હણી અર્વાચીન માંસાહારી લોકોની પેઠે માંસા પર જ નિર્વાહ કરતા હતા. એમનો અભિપ્રાય એવો હતો કે એક હસ્તિનું માંસ ઘણા કાળ સુધી ચાલે છે માટે એકેક હસ્તિને જ હણવો એ સારું છે. ભંડ-છાગ-હરણ-મસ્ય-મૃગ આદિ પ્રાણીઓ આવે છે તથા ધાન્ય પણ બહુ બહુ પ્રકારનાં થાય છે પણ એમનો વિનાશ શા માટે કરવો જોઈએ ? સર્વ વસ્તુઓનો આહાર કરવામાં અધિક પાપનો લાભ થાય છે. પણ વિચક્ષણ હોય તેજ આવક તથા વ્યયનો પૂર્ણ વિચાર કરે છે.” પોતાની બુદ્ધિએ જીવદયા તત્પર એવા એ તાપસોએ આ પ્રમાણે ધર્મ'ને કભી કાઢીને હમણાં એક હસ્તિને પોતાની એક મહાન પુંજી હોય નહીં એમ વધ કરવાને બન્ધનોવતી બાંધ્યો હતો.
મોટી શૃંખલાને વિષે રહેલો આ હસ્તિ જયાં હતો તેજ માર્ગે જંગમ જીવન-ઔષધ જ હોય નહીં એવા આÁકમુનિ ચાલવા લાગ્યા. અનેક લોકો જેને ભક્તિસહિત વંદન કરી રહ્યા છે એવા તથા પાંચસો સાધુઓના પરિવારવાળા આ મુનિને જોઈને લઘુકર્મા એટલે હળકર્મી હોવાથી એ હસ્તિ વિચારવા લાગ્યો–આ મુનિને નમન કરનારાઓને ધન્ય છે; હું પણ એને હમણા જઈને નમું-પણ મને તો તસ્કરની જેમ બાંધ્યો છે; માટે હું હીનપુણ્ય છું; એટલે શું કરું ? એટલામાં તો મુનિની દષ્ટિ પડવાથી એની સાંકળ જીર્ણ થઈ ગયેલા દોરડાની પેઠે બુટી ગઈ; કારણ કે એના પ્રભાવથી તો કર્મના બંધ સુદ્ધાં સત્વર નાશ પામે છે. (સાંકળનું બંધન ગયું એટલે) હસ્તિ પરમ ભક્તિ સહિત વંદન કરવાને મુનિ સન્મુખ દોડ્યો. એટલે લોકો એના ભયથી ચોતરફ નાસવા લાગ્યા. પણ મુનિ તો એમને એમ ઊભા રહ્યા તેથી માણસો એક મુખે બોલવા લાગ્યાઆ હસ્તિ નિશ્ચયે મુનિને હણશે; કારણ કે પશુઓને કાર્યાકાર્યનો વિવેક હોતો નથી. પણ એ હસ્તિ તો જઈને સુંઢ નીચી નમાવીને મુનિને ચરણે પડ્યો-તે જાણે એમ જણાવતો હોય નહીં કે આ ચરણના પ્રતાપે જ મારો મોક્ષ થયો છે. મુનિને વારંવાર પૂર્ણ હર્ષથી નિહાળતો હસ્તિ તો ક્ષણમાં મહાઅટવીમાં જતો રહ્યો. પણ મુનિનો આવો પ્રભાવાતિશય જોઈને
૨૨૦.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #236
--------------------------------------------------------------------------
________________
તાપસોને એના પર ક્રોધ થયો; (કારણ કે, કયા અવિવેકીને ગુણવાન તરફ મત્સર નથી થતો ?
મુનિએ અતિશય કોમળ વાણીથી તાપસીને કહ્યું-તમે આ ધર્મને મિથ્યાજ્ઞાન વડે પ્રકલ્પો છો. (ધર્મ શું છે એનું તમને જ્ઞાન નથી) આહાર વિના આ દેહ ટકી શકતો નથી એ વાત તો સત્ય છે પરંતુ એ આહાર ધાન્યનો હોય તેજ સારો છે. સર્વ સાવધનો જેમણે ત્યાગ કર્યો છે એવા યતિઓને, સચિત્ત આહાર અથવા તો ગૃહસ્થોએ એમને અર્થે પ્રાસુક કરેલો હોય એવો પણ, કલ્પતો નથી; તો આ કાચું માંસ પકાવો છો તેમાં અને પકાવ્યા પછીનામાં પણ અનન્ત જીવ ઉત્પન્ન થાય છે એવા. માંસની વાત જ શી કરવી ? એક હતિ એ સારો-એવો જે તમારો અભિપ્રાય છે તે પણ યુક્ત નથી; કારણ કે પંચેન્દ્રિય જીવનું ચૈતન્ય ગુરુ હોય છે અને એકેન્દ્રિયોનું ચૈતન્ય તો સ્વલ્પ હોય છે. આવી આવી યુક્તિ વડે આÁકમુનિએ એ તાપસોને સધ પ્રતિબોધ પમાડ્યો; અને એમને શ્રી મહાવીર ભગવંતના સમવસરણમાં મોકલ્યા. ત્યાં તેમને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી.
એવામાં હસ્તિના મોક્ષની અને તાપસોના પ્રતિબોધની વાત સાંભળી શ્રેણિકરાજા અભયકુમારને લઈને આÁકમુનિ પાસે આવ્યો; અને એમને સહપરિવાર વંદન કર્યું. મુનિએ પણ કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત આપનારો. એવો ધર્મલાભ દીધો. રાજાએ પૂછ્યું-હે મુનિ ! શૈલેશીકરણથી જેમ અયોગી એવા મુનીંદ્રનો તેમ, તમારા દર્શનથી આ હસ્તિનો મોક્ષ થયો. એ ચિત્રથી, ભીંતની પેઠે મારું મન પુરાઈ ગયું છે. એ સાંભળી સરલ દયવાળા મુનિએ કહ્યું- હે રાજન ! એ હસ્તિનો મોક્ષ થયો (છૂટ્યો) એમાં કંઈ દુષ્કર નથી; તરાકથી કાંતેલા સૂતરના બંધનમાંથી છુટવું એજ દુષ્કર છે, એ સાંભળીને વિસ્મય પામેલા શ્રેણિક રાજાએ પ્રશ્ન કર્યો-હે ભગવદ્ ! આ તરાકના સુતરની વળી શી વાત છે (એ તો કહો). મહર્ષિએ, એ પરથી ભવ્યજીવોને સ્વર્ગ અને મોક્ષ સુદ્ધાં પ્રાપ્ત કરવામાં
૧. ચિત્ર (૧) છબી (૨) વિચિત્રતા. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૨૧
Page #237
--------------------------------------------------------------------------
________________
(અપાવવામાં) કારણરૂપ એવું પોતાનું ચરિત્ર કહી સંભળાવ્યું. અનેક સત્વથી સંકીર્ણ એવું મુનિનું ચરિત્ર સાંભળીને રાજા, અભયકુમાર અને સર્વ માણસો વિસ્મય પામ્યા.
પછી કૃતજ્ઞતાના ગુણથી શોભતા એવા મુનિએ અભયકુમારને કહ્યું-તું જ એક મારો પરમ મિત્ર અને ધર્મબધુ છો. હે મહાબુદ્ધિ રાજપુત્ર ! તેં જે પ્રતિમા મોકલી હતી તેને નિરખ્યા કર્યાથી મને જાતિસ્મણ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. હે બધુ ! તેં મને ધર્મ પમાડી સ્વર્ગના સુખ હસ્તગત કરાવ્યાં છે અને મને મોક્ષપદ આપ્યું છે. હું અનાર્યદેશરૂપી અંધારા કુવામાં પડ્યો હતો તેમાંથી તમારી બુદ્ધિરૂપી દોરડા વડે તમે મને ખેંચી લઈને ધર્મદેશના કુશળ તટ પર મૂક્યો છે. તમે મને પ્રતિબોધ પમાડ્યો એટલે જ મેં દીક્ષા ગ્રહણ કરી છે, માટે તમે મારા ગુરુ છો; કારણ કે ગૃહસ્થ હોય કે ત્યાગી હોય પણ ધર્મ પમાડે એ ગુરુ કહેવાય. હું આ તમારો ઉપકાર કોઈ ભવમાં વાળી શકું એમાં નથી; કેમ કે સમ્યકત્વ પમાડનારને પ્રત્યુપકાર કરી શકાતો જ નથી.
અરે અભયકુમાર ! તું વિવિધ ભવ્યપ્રાણીઓને પ્રતિબોધ પમાડીને ઉત્તરોત્તર ધર્મકાર્યમાં નિરંતર વૃદ્ધિ પામતો જા. એ સાંભળીને અભયકુમારે કહ્યું- હે પ્રભુ ! એમ ન કહો; શુભ કે અશુભ ફળ પ્રાપ્ત થાય છે તેમાં બીજા તો નિમિત્ત માત્ર છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપી સમગ્ર સામગ્રીની સહાયતા હોય તો જ પ્રાણીઓ પ્રાપ્ત કરવા યોગ્ય એવા પદાર્થોનું સંપાદન કરે છે એમાં કર્તાહર્તા કોઈ છે નહીં. પછી મહિપાળ, અભયકુમાર અને અન્ય સર્વ મુનિરાજને વંદન કરી સ્વસ્થાનકે ગયા; અને એ મુનિરાજ સહપરિવાર સમવસરણ પ્રત્યે પધાર્યા. ત્યાં શ્રી વીરપરમાત્માને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન કરી યથાસ્થાને બેઠા અને એમના વાક્યામૃતનું પાન કર્યું. આ પ્રમાણે આ આર્ટૂકમુનિએ નિરંતર જિનેશ્વર ભગવાનની પર્યાપાસના વડે પોતાના આત્માને નિર્મળ કર્યો; રાખ વડે દર્પણને નિર્મળ કરે તેમ. અનુક્રમે ઘાતિ કર્મનો ક્ષય કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને કેટલેક કાળે સર્વ કર્મનો ક્ષય. કરી મોક્ષે ગયા.
૨૨૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #238
--------------------------------------------------------------------------
________________
એકદા શ્રી વીરજિનેશ્વર કેવળજ્ઞાનરૂપી દીપકથી ત્રણ જગતને વિષે ઉધોતા કરતા પુનઃ રાજગૃહનગરે આવી સમવસર્યા. ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું તેને વિષે રહીને દેવમનુષ્યની પર્ષદાને આ પ્રમાણે ધર્મનો ઉપદેશ આપવા માંડ્યો-“ચુલા' વગેરે દશ દષ્ટાંતોએ કરીને દુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત કરીને વિદ્વજ્જનોએ ધર્મને વિષે ઉદ્યમ કરવો. શ્રેષ્ઠ ઔષધિવડે વ્યાધિ નાશ પામે છે તેમ, ધર્મથી વિપત્તિ નાશ પામે છે, અને ચિંતામણિથી જ જેમ, તેમ, સર્વ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. કદિ ધર્મ કરતાં છતાં પણ ગ્રીષ્મઋતુમાં સરોવરનાં નીરની જેમ, લાભાન્તરાયા (કર્મ)ને લીધે, વૈભવ ક્ષીણ થાય, તો પણ એ ધર્મના મહાન પ્રભાવવડે, પ્રાણીને પ્રાયઃ આ લોકને વિષે જિનદત્તની પેઠે ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ જિનદત્તનું વૃત્તાન્ત આ પ્રમાણે છે :
વિચિત્ર પ્રકારના ચિત્રોએ કરીને યુકત, ન્યાયતંતજનોથી વસાયેલું વસંતપુર નામનું એક સુંદર નગર હતું. ત્યાં ચુનાથી ધોળેલા હજારો મહેલ હતા; તે જાણે નગરની શોભા નિરખવાને શેષ નાગના મસ્તકો બહાર આવ્યાં હોય નહીં ! આ નગરમાં શત્રુઓરૂપી કુમુદના સમૂહને સંકોચાવવામાં સૂર્યસમાન જિતશત્રુ નામનો નામ પ્રમાણે ગુણવાળો રાજા રાજ્ય કરતો હતો. તેના વસ્તૃત્વ ગુણને લીધે બૃહસ્પતિએ (શરમાઈ જઈને) સ્વર્ગનો અને એના ઉદાર સ્વભાવને લીધે બલિરાજાએ પાતાળનો આશ્રય લીધો હોય નહીં ! ત્યાં સાધુઓની ઉપાસના કરનારાઓમાં અગ્રેસર અને ધાર્મિક પુરુષોમાં મુખ્ય એવો જિનદત્ત નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો. એ પોતાના નામ પ્રમાણે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વોનું જ્ઞાન ધરાવતો હતો. વળી એ મોક્ષસંપત્તિનું સબળ કારણ જે દાન એ હર્ષસહિત આપતો હતો, શીલવ્રત પાળતો હતો, યથાશક્તિ તપશ્ચર્યા કરતો હતો અને ભાવના પણ ભાવતો હતો. આ પ્રમાણે ધર્મના રહસ્યને જાણનારાઓમાં શ્રેષ્ઠ એવો એ શ્રેષ્ઠી પોતાના મનુષ્યભવને સફળ કરતો હતો. એ ધનવાન હતો અને વળી દાનનિપુણ પણ હતો તેથી પોતાને ઘેર, ઘરબહાર, લોકમાં, રાજદ્વારે અને અન્ય સર્વ સ્થળે એનું બહુ માન હતું.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩
Page #239
--------------------------------------------------------------------------
________________
એને જિનદાસી નામે ડહાપણ-વિનય-સૌંદર્ય શીલ આદિ ગુણોએ યુક્ત સ્ત્રી હતી. જિનદત્ત શેઠને જિનદાસીની કુક્ષિથી, જાણે ઘરનો ભાર ધારણ કરવાને ચાર મૂળ સ્તંભો હોય નહીં એવા નાગદેવ-જિનદેવ ધનદેવ અને સોમદેવ નામના પુત્રો થયા હતા. એમને અનુક્રમે નાગશ્રી, જિનશ્રી, ધનશ્રી અને સોમશ્રી નામની શીલરૂપી સુગંધે યુક્ત સ્ત્રીઓ હતી. ઘેર કામકાજ કરનારા દાસદાસીઓ હોવાથી શેઠના પુત્રો અને પુત્રવધુઓ, મણિ-સુવર્ણના આભૂષણો ધારણ કરી સુખમાં રહેતા હતા. જિનદત્ત શેઠ તો સમેતશિખર-અષ્ટાપદ આદિ તીર્થોની, અનર્ગલ દ્રવ્ય ખરચી ઘણીવાર યાત્રા કરવા જતો-શ્રીસંઘની ભક્તિ કરતો-પુસ્તકો લખાવતો અને જિનમંદિરોનો તથા સાથે દુઃર્બળ શ્રાવકોનો પણ ઉદ્ધાર કરતો.
વળી એણે વસંતપુર નગરને વિષે જ જાણે દેવતાઓનું વિમાન હોય નહીં એવું, કાન્તિ યુક્ત ફરસબંધીવાળું, અત્યંત સુંદર જિનમંદિર કરાવ્યું-તે ઊંચા શોભીતા સ્તંભોને લીધે મનહરણ કરતું હતું, તેમાં હાલતી પુતળીઓ અને સુવર્ણના કુંભોએ કરીને યુક્ત મંડપ તથા ગજ-અશ્વ અને મનુષ્યોની બેઠકો કરેલી હતી. વળી એ એક પર્વતના શિખર જેવું મહાપ્રમાણવાળું, સુવર્ણના દંડ અને કળશથી તથા ઘણા તોરણને લીધે રમ્ય જણાતું હતું. એ જિનમંદિરમાં એણે શ્રી આદીશ્વર ભગવાનની અદ્વિતીય પ્રતિમાનું અને (એમ કરીને) સુગતિને વિષે પોતાના આત્માનું સ્થાપન કર્યું. આ મંદિરને વિષે એ ત્રણે સંધ્યાએ ગીતવાદ્ય આદિથી મનોહર એવી દેવપૂજા કરવા લાગ્યો. વળી અન્નઈ, કલ્યાણક તથા ચતુર્માસાદિ પર્વોને વિષે તો એ હર્ષોલ્લાસથી વિશેષ મહિમા કરવા લાગ્યો.
આ પ્રમાણે જિનદત્ત શ્રેષ્ઠી ધર્મકાર્યને વિષે તત્પર રહેતો હતો, એવામાં દુષ્કર્મના યોગે એની લક્ષ્મી જતી રહી; અથવા કુલટાસ્ત્રીની પેઠે એ ક્યાંય પણ સ્થિર રહેતી નથી. એમ થવાથી નગરને વિષે પોતાનો નિર્વાહ ન ચાલતો જોઈ, એ કુટુંબ પરિવારને લઈ ગામડામાં રહેવા ગયો; કારણ કે દારિદ્રતા હોય ત્યાં શું સારું હોય ? ગામડામાં છાશદહીં-ઈંધન-પાણી આદિની છત હોય છે માટે જ દુર્બળ લોક ત્યાં રહેવાનું
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૨૪
Page #240
--------------------------------------------------------------------------
________________
!!
પસંદ કરે છે. પછી તૃણ-કાષ્ટ આદિ લાવી એની એક ઝુંપડી બનાવી શેઠ સહકુટુંબ એમાં રહેવા લાગ્યા, કમળ કાદવને વિષે રહે તેમ. શેઠના ચારે પુત્રો લોકોના ક્ષેત્રોને વિષે હળ ફેરવવા રહ્યા; અથવા તો આ સંસારમાં કોનો ઉદયાસ્ત નથી થતો ? શેઠની પુત્રવધુઓ પણ ઘરમાં પાણી ભરી લાવવું વગેરે કાર્યો કરવા લાગી; અથવા તો જેમ વિધિ નચાવે તેમ નાચવું પડે છે. શેઠની સ્ત્રી જિનદાસી ઘરની અંદરનું સર્વ કામકાજ કરવા લાગી; કારણ કે ઘરમાં (બેસીને) કોણે પુણ્ય કર્યું છે ? શેઠ પોતે પોતાના પુત્રોનાં બાળ બચ્ચાંને રમાડવાનું કામ કરવા લાગ્યા. અહો આવા ધર્મિષ્ઠ પ્રાણીઓની પણ દુર્દશા કરનાર વિધિને ધિક્કાર છે. એમાં યે વળી આ પ્રમાણે નિરંતર મહેનત મજુરીનું કામ કરતાં છતાં પણ એમને ખાવાને ઘેંશ અને તેલ જ મળતાં, તથાપિ (આવું આવું દુઃખ છતાં પણ) સત્ત્વનો ભંડાર એવો જિનદત્ત શેઠ કિંચિત્ પણ ખેદ પામ્યો નહીં, તેમ એણે ધર્મકાર્યને વિષે પણ ઉદ્યમ ત્યજ્યો નહીં.
આવી દુઃખી અવસ્થાને વિષે માંડમાંડ કેટલોક સમય વ્યતીત થયો એવામાં એકદા શેઠે ચારે પુત્રોને બોલાવીને કહ્યું- હું જિનેશ્વર ભગવાનના દર્શન કરવા શહેરમાં જાઉં છું. પુત્રોએ એકમુખે કહ્યું-તાત ! ગાંડા થઈ ગયા જણાઓ છે. ધર્મ ધર્મ એમ કરી કરીને તમે તો અમારો જીવ લીધો. દેહથી-વર્ણથી તથા લક્ષ્મીથી ભ્રષ્ટ થયા તોપણ ધર્મ ધર્મ કર્યા કરો છો. હે ધર્મઘેલા તાત ! તમે ધર્માર્થે દ્રવ્ય વાપરી વાપરીને ઘરને ચારે ખુણે ભુખ તો લાવીને મૂકી છે ! માટે હવે મૌન ધારણ કરીને અહીં પડ્યા રહો. તમારે દેવને શું કરવા છે ? એ તો તમારા ચિત્તમાં છે જ. એ સાંભળીને શેઠે કહ્યું, અરે બાળકો તમે કંઈજ સમજતા નથી તેથી જ આવું નાના બાળકો જેવું બોલો છો. યુક્ત દાનભોગથી લક્ષ્મી કવચિત નાશ પામતી નથી. નિરંતર પાણી કાઢીએ તો પણ કુવો કદિ ખાલી થાય ખરો ? પરંતુ લક્ષ્મીનો નાશ તો પાપકર્મના ઉદયથી જ થાય છે, ક્ષયરોગથી ઘેરાયેલા મનુષ્યના શરીરનો નાશ થાય છે તેમ. અથવા તો તમારા જેવા અવિવેકીઓની સાથે શું વાદ કરવો ? હું મારું ધાર્યું કરીશ કારણ કે, વિજ્ઞપુરુષો સ્વાર્થ બગાડતા નથી. એમ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૨૫
Page #241
--------------------------------------------------------------------------
________________
વળી ઉત્સવ હોય ત્યારે મોટા ઠાઠમાઠથી, વિધિ પ્રમાણે, રથયાત્રાસંગીતક (ગીત-વાદ-નૃત્ય) વગેરે સહિત હું આપની ભક્તિ કરતો. અને એક આવો દિવસ પણ આવ્યો છે કે જ્યારે હું દુ:ખી છું અને પારકાં પુષ્પો લઈને આપની પૂજા કરું છું. નિશ્ચયે કોઈ ધર્મકાર્ય કરતા ધર્માત્મા પુરુષને મેં અંતરાય કર્યો હશે તે આજે આવીને ઊભો રહ્યો છે. આમ ભાવના ભાવતાં શેઠનું મન અત્યંત આર્દ્ર થયું. એણે જિનપ્રભુની પૂજા કરી બહાર આવી ચૈત્યવંદન કર્યું.
પછી વસ્ત્ર બદલી, ધર્મઘોષ આચાર્ય વ્યાખ્યાન કરતા હતા ત્યાં ગયો; જઈને સૂરિશ્રીને વંદન કરીને સભાને છેડે બેઠો. સૂરિશ્રીએ એમને મહાન્ સંભ્રમસહિત ધર્મલાભ દીધો. “વ્યાખ્યાન કરતા હોય છે ત્યારે સૂરિજી કોઈ ધનવાનનો પણ આવો ગૌરવ કરતા નથી માટે શું રાજા તો નથી આવ્યા” એમ વિચારી શ્રોતાજનોએ પાછું વાળીને જોયું તોહાથમાં લાકડી છે, મલિન અને ફાટેલાં વસ્ત્રો પહેર્યાં છે, કરચલીવાળી ચામડી લટકે છે, હાડપીંજર દેખાય છે, મસ્તકે શ્વેતવાળના ગુંચળા છે એવા જિનદત્ત શેઠને ભાળ્યો. એઓ વિચારવા લાગ્યા, અહો ! આ વૃદ્ધ રંપ્રાય જિનદત્તનો સૂરિજીએ કોઈ કારણને લઈને મહાસત્કાર કર્યો છે. એટલામાં તો ગુણીજનનું બહુમાન કરતા એવા સૂરિશ્રીએ શેઠને, આગળ આવો, આગળ આવો એમ કહ્યું. પણ શેઠ બોલ્યાહે પ્રભુ ! અહીં જ ઠીક છે. એમ કહે છે ત્યાં તો શ્રાવકોએ એમને લઈને સૂરિશ્રીની પાસે જ બેસાડ્યા. એ વખતે સૂરિશ્રીએ કહ્યું-અહો શ્રાવકો ! એક ચિત્તે સાંભળો-આ જિનદત્ત શેઠ ઉત્તમ શ્રમણોપાસક છે. એણે જ આ ચોવીશ જિનેશ્વરનું મંદિર કરાવ્યું છે. એણે વળી ઘણે સ્થળે જિનાલયો તથા ઉપાશ્રયો કરાવ્યા છે, સાધર્મી વાત્સલ્ય કર્યા છે, અનેક તીર્થયાત્રા કરી છે, તથા વંદન-પ્રતિક્રમણ-તપશ્ચર્યા આદિ પણ ઘણી કરી છે. ધન્ય છે એના પુણ્યકાર્યોને, એના ઉત્તમ જન્મને, એની શ્રેષ્ઠબુદ્ધિને, એના ધર્મિષ્ઠપણાને અને એના ધૈર્ય તથા ગાંભીર્યને !
આ પ્રમાણે સૂરિશ્રીએ પોતે જિનદત્તની પ્રશંસા કરી, કારણ કે ગુણોની પ્રશંસા કરવી એને આગમને વિષે દર્શનાચાર કહ્યો છે. પછી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૨૭
Page #242
--------------------------------------------------------------------------
________________
વળી ઉત્સવ હોય ત્યારે મોટા ઠાઠમાઠથી, વિધિ પ્રમાણે, રથયાત્રાસંગીતક (ગીત-વાદ-નૃત્ય) વગેરે સહિત હું આપની ભક્તિ કરતો. અને એક આવો દિવસ પણ આવ્યો છે કે જ્યારે હું દુઃખી છું અને પારકાં પુષ્પો લઈને આપની પૂજા કરું છું. નિશ્ચયે કોઈ ધર્મકાર્ય કરતા ધર્માત્મા પુરુષને મેં અંતરાય કર્યો હશે તે આજે આવીને ઊભો રહ્યો છે. આમાં ભાવના ભાવતાં શેઠનું મન અત્યંત આદ્ધ થયું. એણે જિનપ્રભુની પૂજા કરી બહાર આવી ચૈત્યવંદન કર્યું.
પછી વસ્ત્ર બદલી, ધર્મઘોષ આચાર્ય વ્યાખ્યાન કરતા હતા ત્યાં ગયો; જઈને સૂરિશ્રીને વંદન કરીને સભાને છેડે બેઠો. સૂરિશ્રીએ એમને મહાન સંભ્રમસહિત ધર્મલાભ દીધો. “વ્યાખ્યાન કરતા હોય છે ત્યારે સૂરિજી કોઈ ધનવાનનો પણ આવો ગૌરવ કરતા નથી માટે શું રાજા તો નથી આવ્યા” એમ વિચારી શ્રોતાજનોએ પાછું વાળીને જોયું તોહાથમાં લાકડી છે, મલિન અને ફાટેલાં વસ્ત્રો પહેર્યા છે, કરચલીવાળી ચામડી લટકે છે, હાડપીંજર દેખાય છે, મસ્તકે શ્વેતવાળના ગુંચળા છે એવા જિનદત્ત શેઠને ભાળ્યો. એઓ વિચારવા લાગ્યા, અહો ! આ વૃદ્ધ રંકમ્રાય જિનદત્તનો સૂરિજીએ કોઈ કારણને લઈને મહાસત્કાર કર્યો છે. એટલામાં તો ગુણીજનનું બહુમાન કરતા એવા સૂરિશ્રીએ શેઠને, આગળ આવો, આગળ આવો એમ કહ્યું. પણ શેઠ બોલ્યાહે પ્રભુ ! અહીં જ ઠીક છે. એમ કહે છે ત્યાં તો શ્રાવકોએ એમને લઈને સુરિશ્રીની પાસે જ બેસાડ્યા. એ વખતે સૂરિશ્રીએ કહ્યું-અહો શ્રાવકો ! એક ચિત્તે સાંભળો-આ જિનદત્ત શેઠ ઉત્તમ શ્રમણોપાસક છે. એણે જ આ ચોવીશ જિનેશ્વરનું મંદિર કરાવ્યું છે. એણે વળી ઘણે સ્થળે જિનાલયો તથા ઉપાશ્રયો કરાવ્યા છે, સાધર્મી વાત્સલ્ય કર્યા છે, અનેક તીર્થયાત્રા કરી છે, તથા વંદન-પ્રતિક્રમણ-તપશ્ચર્યા આદિ પણ ઘણી કરી છે. ધન્ય છે એના પુણ્યકાર્યોને, એના ઉત્તમ જન્મને, એની શ્રેષ્ઠબુદ્ધિને, એના ધર્મિષ્ઠપણાને અને એના ધૈર્ય તથા ગાંભીર્યને !
આ પ્રમાણે સૂરિશ્રીએ પોતે જિનદત્તની પ્રશંસા કરી, કારણ કે ગુણોની પ્રશંસા કરવી એને આગમને વિષે દર્શનાચાર કહ્યો છે. પછી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૨૭
Page #243
--------------------------------------------------------------------------
________________
સરલ સ્વભાવવાળા આવા સૂરિજીને વંદન કરીને જિનદત્ત ઊભો થયો એટલે કોઈ યોગી જેવા જણાતા પુરુષે એને એકાંતમાં લઈ જઈને કહ્યુંહે શેઠ ! તમને ગુરુજીએ એક મોટા માણસ કલા છે, માટે તમે જો મારી પ્રાર્થનાનો ભંગ ન કરો તો હું તમારી પાસે કંઈ યાચના કરું. શેઠે “મારી સ્થિતિ તો આવી છે એ પ્રત્યક્ષ છે, માટે એ શું માગે છે એ જોઉં તો ખરો” એમ વિચારીને કહ્યું- હે ભદ્ર ! તારે ઈષ્ટ હોય તે કહી દે. એટલે પેલાએ કહ્યું–મારી પાસે દારિદ્રયને હાંકી કાઢનાર એવો એક ઉત્તમ મંત્ર છે તે તને આપું છું તે લે; કારણ કે તારા જેવું બીજું કોઈ પાત્ર (ઉત્તમ પાત્ર) નથી. જિનદત્તે કહ્યું- હે ભદ્ર એ મંત્ર તો તારી પાસે ભલે રહ્યો; મારે હવે ધર્મ કરવાનો સમય છે, ધના સંચયનો નથી. એ સાંભળી પેલાએ કહ્યું-મેં તારી પાસેથી પહેલેથી જ માગી લીધું છે. માટે હવે કૃપા કરીને આ મંત્ર ગ્રહણ કર; અને આગ્રહ ત્યજી દે. એ પરથી શ્રેષ્ઠીએ વિચાર્યું–સર્વ લોકો તથા મારા પુત્રો પણ એકમતે કહે છે કે ધર્મમાં કાંઈ નથી; જો હોત તો, જે જિનદત્ત પૂર્વે આવો વૈભવવાળો હતો તે આજે આમ દારિદ્રય શિરોમણિ થાત નહીં, માટે આવો વિકલ્પ નાશ કરવાને તથા ધર્મની ખ્યાતિને અર્થે હું આ પુરુષ આપે છે તે મંત્ર ગ્રહણ કરું.
એમ વિચારીને શેઠે પેલાને કહ્યું-જો એમ જ હોય તો ભલે આપો. પેલાએ પણ એને પ્રીતિપૂર્વક એ મંત્ર કે જેનો નવ અક્ષરમાં સમાસ થતો હતો તે આપ્યો અને કહ્યું કે એનો એકસોને આઠવાર જપ કરવો. શેઠે તે પરથી કૃષ્ણા ચતુર્દશીને દિવસે શ્મશાનને વિશે જઈને વિધિ પ્રમાણે એનો જપ કર્યો એટલે તો સ્વર્ગ થકી એક વિમાન ત્યાં આવ્યું તેમાંથી આમ તેમ હાલતાં કુંડળવાળો એક દેવતા નીકળીને કહેવા લાગ્યો-હે શ્રેષ્ઠી ! તેં મને કેમ યાદ કર્યો ? જિનદત્તે કહ્યું- હે દેવ ! કેમ, તે તું પોતે જાણે જ છે. દેવતાએ કહ્યું-જો એમ હોય તો તારે જોઈએ તે માગી લે. શેઠે કહ્યું–પુષ્પવાળીએ આપેલાં પુષ્પો વડે મેં જિનેશ્વરની પૂજા કરી એનું મેં જે પુણ્ય ઉપાર્જન થયું હોય તેનું ફળ તું મને આપ. બાકી જિનેશ્વરના મંદિર-તીર્થયાત્રા આદિ કરવાથી મેં જે ઉપાર્જન કર્યું
૨૨૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #244
--------------------------------------------------------------------------
________________
છે તે તો ભંડારમાં જ છે. એ સાંભળી દેવે કહ્યું- હે શ્રેષ્ઠી ! તેં પારકા પુષ્પોએ પૂજન કર્યાથી પણ સુગતિ ઉપાર્જન કરી છે એ હું તને આપી શકતો નથી; પરંતુ હું કંઈ તારે માટે કરું છું-તારા ઘરના ચારે ખૂણામાં તને નિધાન પ્રાપ્ત થશે. એમ કહીને એ દેવતા સદ્ય પોતાને સ્થાનકે ગયો.
હવે જિનદત્ત શેઠ તો શહેરમાંથી પોતાના ગામડામાં જઈ પોતાના પુત્રોને કહેવા લાગ્યો-હે પુત્રો ! ચાલો આપણે શહેરમાં જઈએ. પેલાઓએ ઉત્તર આપ્યો-હે પિતા ! તમારું ગાંડપણ હજુ ગયું નહીં ! વારંવાર આટલી બધી હેરવણી ફેરવણી કોણ કરશે ? અહીંયાં તેલ ને ઘેશા મળે છે તેથી શું તમારું ચાલતું નથી ? વળી અહીંયાંથી પણ છેક ભ્રષ્ટ થઈશું માટે અમે તો આવતા નથી; તમે એકલા જાઓ; કારણ કે ભમ્યા કરવાથી શું દારિદ્રય છેદાવાનું છે ? એ સાંભળી પિતાએ કહ્યું-શુકનથી મેં ત્યાં લાભ જેવું જોયું છે; આપણે આપણા નગરમાં જઈએ એથી વખતે આપણી દશા વળવી હોય તો વળે. પુત્રોએ કહ્યું-જો તમારે ન જ રહેવું હોય તો ભલે એમ કરો-એમ કહીને એઓ પણ અનુમત થયા. (કારણ કે હવે એમને શુભ કર્મ ઉદય આવ્યા હતા) પછી શેઠ કુટુંબપરિવાર સહિત શહેરમાં આવ્યા.
આવીને પોતાને ઘેર જઈ જુએ છે તો એ તદ્દન નિર્માલ્ય થઈ ગયેલું માલુમ પડ્યું, એ પરથી શેઠ વિચારવા લાગ્યો-અહો, આ ઘરના દ્વાર પણ ભેગા થઈ ગયા છે—જાણે શેઠ ક્યારે આવશે એનો વિચાર કરવાને જ હોય નહીં ! આ દ્વાર પણ મારા ગાલની પેઠે ઢીલા થઈ ગયા છે; અને ભીંતમાંથી મારા દાંતની જેમ, ઈંટો પણ નીકળી ગઈ છે. વળી મારા વાળની જેમ આ ઘરનાં ઢાંકણરૂપ લાકડાં જતા રહ્યા છે; ચિત્રશાળાનાં ચિત્ર વનમાં મલની પેઠે ગળી ગયાં છે; ઉંદરોએ ધાન્યની સ્પર્ધાથી જ હોય નહીં એમ ધુળના ઢગલા કર્યા છે; અને મયૂરના છત્રની જગ્યાએ લીંબડો ઉગ્યો છે. વળી અમે જંગમોએ જે ભાગ્ય ગુમાવ્યું છે તે ભાગ્ય આ તૃણવલ્લી આદિ સ્થાવરોને આવી મળ્યું છે. મારાં ભાગ્યની પેઠે આ પાટીઆં પણ પોતાના સ્થાનથકી ચલિત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૨૯
Page #245
--------------------------------------------------------------------------
________________
થયા છે. વળી ચરણને વિષે જેમ વ્રણ તેમ આ ભીંતોમાં પણ ફાટ પડેલી છે. એટલું જ નહિ પણ જ્યાં જ્યાં ઓરડામાં ઉત્તમ ઉલ્લોચ જડેલા હતા ત્યાં પણ કરોળીઆઓએ જાળાં બાંધી દીધા છે. આમ પોતાની પૂર્વદશાને સંભારતાં અને વર્તમાનને અવલોકતાં શેઠે સૌને લઈને ઘરમાં પ્રવેશ કર્યો, અને પુત્રવધૂઓ પાસે ગોમયનો એક ગોમુખ કરાવી ત્યાં બે જળના કુંભ મૂકાવ્યાં.
શેઠના નાગદેવ આદિ પુત્રો તો ગળીઆ બળદોની પેઠે ભૂમિ પર લાંબા પગ પસારીને પડ્યા. શેઠે એમને કહ્યું-ઘણો સમય થયાં તમે જિનમંદિરનાં દર્શન કર્યા નથી માટે તમે સર્વ સ્થળે જઈને દર્શન કરી આવો. એ સાંભળીને તો પુત્રો ક્રોધે ધમ-ધમાયમાન થઈ કહેવા લાગ્યાહે પિતાજી ! તમે હજુ પણ ધર્મનો કેડો મૂકતા નથી ? અમારા જેવા માર્ગના શ્રમથી ખિન્ન થયેલાને તમે ચૈત્યપરિપાટી કરવા જવાનું કહો છો તે નિશ્ચય માળ પરથી પડેલાને પ્રહાર કરવા જેવું છે. પણ શેઠે તો કહ્યું- હે પુત્રો ! તમે ક્ષણવાર તો ઉઠો અને દેવને વંદન કરો કે જેથી આપણને ઈષ્ટ ભોજન મળે. આ સાંભળી પુત્રો-આ શ્વાનની પેઠે ભસતા રહેશે નહીં-એમ કહીને તેની સાથે દેવદર્શન કરી આવ્યા. ઘેર આવીને શેઠે કહ્યું-ચાલો હવે હું તમને શાળ-દાળ આદિનું ભોજન કરાવું; કારણ કે દેવવંદન ઈચ્છિત આપવાવાળું છે. પણ પુત્રોએ કહ્યું-તમારા દાળભાતને દૂર રાખોને; અમને ફક્ત પેંશ જ ઈષ્ટ છે તેના જ પારણા કરાવો. પણ દઢ શ્રદ્ધાવાળા પિતાએ કહ્યું-હવે તમે પેંશનું નામ જ મૂકો, તમને શાળ આદિ આપું તો કહો તમે શું ધર્મકાર્ય કરશો ? પુત્રોએ કહ્યું-હે તાત ! તમે દુષ્કર એવાં પણ ધર્મકાર્યો કરવાનું કહેશો તે અમે હર્ષસહિત કરીશું.
શેઠે કહ્યું-જો એમ હોય તો તમારે નિરંતર ત્રણકાળ દેવપૂજન, બે વખત પ્રતિક્રમણ, ચૈત્યવંદન, શક્તિને અનુસરીને પ્રત્યાખ્યાન ઈત્યાદિ ઉભયલોકને વિશે સુખકારી એવા ધર્મકાર્ય કરવાં. એટલે “આપણે રાત્રિને વિષે શીત, દિવસે તાપ, વખત બે વખત કુભોજન, પગે કાંટા વાગવા ઈત્યાદિ અનેક દુઃખ સહન કર્યા છે; તો આવા વંદન, પ્રતિક્રમણ પ્રમુખ
૨૩૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #246
--------------------------------------------------------------------------
________________
જે એનાં કરતાં બહુ સહેલાં છે તે અમે જરૂર કરશું” એમ સર્વે પુત્રોએ સાથે કહ્યું. શેઠની પુત્રવધુઓએ પણ કહ્યું કે-પારકાં ઘરનાં કામકાજ કરતાં ધર્મનાં કામ સુખે કરી શકાય એવાં છે માટે અમે પણ હવેથી તે અવશ્ય કરશું. છેવટે શેઠના પૌત્રોએ પણ એ પ્રમાણે કરવાનું કહ્યું. એટલે શેઠે પુત્ર-વધુ-અને પૌત્રો સર્વ પાસે એક કાગળ પર એ એમના હસ્તાક્ષરે લખાવી લીધું.
પછી એમણે બલિદાન પૂર્વક ભૂમિનું પૂજન કરીને પુત્રો પાસે એક ખુણે ખોદાવ્યું, તો એક મોટો કળશ તેમના જોવામાં આવ્યો; એટલે એમણે વિચાર્યું-અહો ? આજે ચિરકાળે પૂજ્યપિતાશ્રીને ક્યાંથી આ નિધાન યાદ આવ્યો ? પછી એ ઉઘાડીને જોયું તો એમાં એમણે સુવર્ણપધરાગાદિમણિ તથા માણિક્યનો સમૂહ દીઠો. પિતાની આજ્ઞાથી, એમાંનું થોડું સુવર્ણ વેચીને પુત્રોએ, વસ્ત્ર, સ્થાળ-કચોળાં પ્રમુખ વાસણો, તથા શાળ આદિ આણ્યાં અને તત્ક્ષણ વધુઓએ ઉત્તમ રસોઈ બનાવી એટલે જિનદત્ત વગેરે સૌએ ભોજન કર્યું; (અહો આ ભોજન જ એક વસ્તુ છે જે સર્વત્ર જય પામે છે.) ભોજન કરી રહ્યા પછી શ્રેષ્ઠી ભેટયું લઈ સારાં વસ્ત્રો પહેરી રાજમંદિરે ગયો. ત્યાં રાજાને ભેટ ધરી, નમન કરી શેઠ અને એના પુત્રો અતિ ગૌરવ સહિત આપવામાં આવેલા આસનો પર બેઠા.
એટલે રાજા મહીસેન પોતે ગૌરવ સહિત બોલ્યો-અહો શેઠ ! આજે તો ઘણે દિવસે આવ્યા ? જ્યારે જ્યારે મહાજન અમારી આગળ આવતું ત્યારે ત્યારે મને વિચાર થતો કે આ મહાજનમાં જિનદત્ત શેઠ કેમ ક્યાંય પણ દેખાતા નથી ? શેઠે કહ્યું-અહીં અમારે કમાણી નહોતી એથી આપના ચરણકમળ થકી દૂર ગયા હતા. વળી પાછા ભાગ્યના ઉદયે કરીને માણસાઈમાં આવ્યા એટલે આપ મહારાજાનું સ્મરણ કરતા સૌ અહીં આવ્યા છીએ. એ સાંભળી રાજાએ ખુશી થઈને પોતાને હાથે શેઠને અને એના પુત્રોને મયૂરછત્ર અને સુવર્ણની સાંકળી આપ્યાં. ત્યાંથી અર્થીજનોને દાન આપતા આપતા લોકો તરફથી પ્રશંસા મેળવતા શેઠ ઘેર આવ્યા. એના સ્વજન સંબંધીઓ કહેવા લાગ્યા-અહો ! શેઠે દૂર અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩૧
Page #247
--------------------------------------------------------------------------
________________
જતી રહેલી લક્ષ્મીને પણ ધર્મને પ્રભાવે પાછી વાળી ! પછી થોડા વખતમાં સુથારોને બોલાવીને શેઠે ઘર પણ સમરાવ્યું, એક તંબોળી જેમ નાગરવેલના ઢગલાને કરે તેમ.
પછી નિરંતર પુત્રો-પુત્રવધુઓ અને પૌત્રો, સૌ કંઈક ભયે અને કંઈક ભાવે, શેઠે કહેલા તે ધર્મકાર્યો કરતા હતા. એક દિવસ આળસ કરીને એ વંદનાદિ કર્યા વિના રહેલા તેથી શેઠે એમને પૂછ્યું કે આજે તમે પોતપોતાના અનુષ્ઠાન કેમ કર્યા ? તેઓએ ઉત્તર આપ્યો કે-હે તાત ! અમે રાજદ્વાર થકી મોડા આવ્યા એટલે પરિશ્રમને લીધે નિદ્રા આવવા માંડી-એ કારણથી અમે દેવવંદન આદિ કંઈ કર્યું નથી. એ સાંભળી શેઠે કૃત્રિમ કોપ કરીને કહ્યું કે-તમે તમારું પોતાનું કહેલું કેમ અત્યારમાં જ ભૂલી ગયા. થોડા વખત પહેલાં હળ ફેરવવું પડતું હતું તેથી શ્રમ પડતો નહોતો; ને હવે વાહનમાં બેસીને જાઓ આવો છો એમાં શ્રમ પડે છે ! હવે તમને વગર ચિંતાએ ભોજન મળે છે તેથી અતિશય સુખલંપટપણાને લીધે તમારાં શરીર ફુલી ગયાં છે એટલે તમને ધર્મકાર્ય કરવા ગમતાં નથી. માટે હવે પેલો કાગળ લાવીને, તમારું પોતાનું લખેલું રદ કરો કારણ કે પુત્રોને બીજો શો દંડ હોય ?
એ સાંભળીને પુત્રો પિતાને ચરણે પડ્યા અને કહેવા લાગ્યાઅમે એક વાર ભૂલ્યા, અમને કુબુદ્ધિ ઉપજી; હવેથી અમે અમારું પ્રતિપાદન કરેલું નિરંતર કરીશું, માટે અમારા પર કૃપા કરી આ અમારો અપરાધ ક્ષમા કરો. શેઠે એ સાંભળી એમને ક્ષમા કરી. એઓ પણ ત્યારપછી ધર્મકાર્યોને વિષે નિરંતર પૂર્વવત્ પ્રવૃત્તિ કરવા લાગ્યા; અથવા તો કહેલું છે કે પોષણ કરવા લાયક એવી જે પ્રવૃત્તિઓ છે તે પોષણ કરનારાઓને જ આધીન છે. ચાલો આપણે પોતપોતાના અનુષ્ઠાન વહેલાં વહેલાં કરી લઈએ; નહીંતર પિતાશ્રી આવશે તો આપણને ઉપાલંભ દેશેઆમ વિચારીને પુત્રો, પુત્રવધુઓ અને પૌત્રો સર્વે વંદન પ્રતિક્રમણ આદિ એમના આવ્યા પહેલાં કરી લેતા. આ પ્રમાણે એઓ પ્રતિદિન કરતા એથી એમનું મન ધર્મકાર્યને વિષે લીન થયું.
કોઈ વખત માંદગી આદિના કારણને લીધે પોતાના ધર્મકાર્ય ન
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૩૨
Page #248
--------------------------------------------------------------------------
________________
કરી શકતાં ત્યારે તેમને બિલકુલ ચેન પડતું નહીં. એઓ પ્રીતિપૂર્વક પરસ્પર કહેતાં કે-પૂજ્ય તાતે આપણને સુખી કર્યા છે તથા આપણને તાર્યા છે. એજ આપણને ઉત્તમભોજન, વસ્ત્ર અને આભૂષણો આપે છે અને આપણી પાસે ધર્મકાર્ય કરાવે છે. કલ્પદ્રુમથી અધિક એવા પૂજ્ય તાતની કૃપાથી આપણને તો અહીં સંસારને સ્વર્ગ બને છે, પછી અનુક્રમે જિનદત્તને નિશ્ચય થયો કે મારું કુટુંબ હવે ધર્મને વિષે નિશ્ચળ છે ત્યારે એણે એમને શેષ ત્રણ વિધાન ઉઘાડીને બતાવ્યા. પછી શેઠ પ્રમુખ સર્વે પોતાનું ધન સાતક્ષેત્રને વિષે વાપરીને પોતપોતાને સમયે ઉત્તમ દેવલોકની (સંપત્તિ)ને પામતા હતા. ત્યાંથી કેટલાએક ભવ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી એકાન્તસુખે કરીને વ્યાપ્ત એવી શાશ્વતી સિદ્ધિને પામશે.
(શ્રી વીરપ્રભુ કહે છે) આવું ધર્મનું માહાત્મય છે તે સાંભળીને તમે એ ધર્મને વિષે આદરસહિત પ્રયત્ન કરતા રહો કે જેથી તમને પણ અચળ એવી સુખસખ્તતિનો લાભ થાય.
આ પ્રમાણે મધુરવાણી વડે ઉપદેશ આપતા હતા એવામાં એ પાંચ વર્ણના મણિઓએ યુક્ત અને દેવતા તથા મનુષ્યોથી પૂર્ણ એવી સમવસરણની ભૂમિને વિષે, એક કોઢીઆએ પ્રવેશ કર્યો; દેવમંદિરને વિષે એક કાગડો પ્રવેશ કરે તેમ. એણે, ચિત્રનક્ષત્ર જેમ જળ વડે ધાન્યોને સિંચે છે તેમ, નિશંકપણે પોતાના શરીર પરના પરૂઆદિનું પ્રભુના ચરણ પર સિંચન કર્યું. એ જોઈને મગધપતિ-શ્રેણિક રાજા એ કોઢીઆ પર બહુ કોપાયમાન થયા; કારણ કે જિનેશ્વર આદિની આશાતના કરનારાઓ પર વિદ્વાન્ પુરુષ કોપ કરે છે એ યોગ્ય જ છે. “આ પાપી છે, અમર્યાદ છે, નિર્લજ્જ છે અને એને કોઈનો ભય પણ નથી કારણ કે ઈન્દ્રાદિ જોઈ રહેતા છતાં એ પ્રભુને એમ કરે છે. જો આ ઈન્દ્ર વગેરે કોઈ હેતુને લઈને આ પાપીને શિક્ષા ન કરે તો ભલે ન કરે; એ રહ્યા. હું જ એને યોગ્ય ફુટ ઔષધ આપીશ. એના જેવાને શરીરનિગ્રહ (માર) સિવાય બીજી અન્ય શિક્ષા ન જોઈએ. પ્રભુનો આમ પરાભવ થાય છે તે જોઈને જેને કંઈપણ લાગતું નથી એવા નીચશિરોમણિજનો જન્મતા ન હોય તો જ સારું.”
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩૩
Page #249
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે શ્રેણિક રાજા ચિંતવન કરતો હતો ત્યાં વીરપ્રભુને છીંક આવી એટલે પેલા કુષ્ઠીએ એમને કહ્યું-તમે મૃત્યુ પામો (મરો), એવામાં રાજાને છીંક આવી ત્યારે એણે કહ્યું-(ઘણું) જીવો, વળી અભયકુમારને છીંક આવી ત્યારે એણે કહ્યું-જીવો અથવા મરો, અને કાલશૌકરિકને છીંક આવી ત્યારે એણે કહ્યું-તું ન મર કે ન જીવ. એ કુષ્ઠીએ આવું આવું કહ્યું એટલે તો હોમમાં ઘી નાખવાથી અગ્નિ જાજ્વલ્યમાન થાય એમ રાજા અધિક કોપાયમાન થયો. “એણે એક તો પ્રભુ તરફ એવું (અસત્) આચરણ કર્યું અને વળી આવાં દુર્વાક્યો કહ્યાં-એ બરાબર દાઝયા ઉપર ડામ જેવું થયું. સમવસરણમાં છે તેથી એને હું શું કરુંબહાર આવે એટલે એને સ્વાદ ચખાડું.” દેશના પૂરી થઈ એટલે કુષ્ઠી પ્રભુને નમીને ચાલવા લાગ્યો ત્યાં તો રાજાએ પોતાના માણસોને એને પકડી લેવાની સંજ્ઞા કરી. પણ જેવા એ સેવકો એને અટકાવવા ગયા તેવામાં તો દિવ્યરૂપ ધારણ કરીને પક્ષીની પેઠે ઊંચે આકાશમાં જતો રહ્યો. એટલે એમણે આવીને એ વૃત્તાન્ત રાજાને નિવેદન કર્યું. તે પરથી વિસ્મય પામીને રાજાએ ત્રણ જગતના સ્વામી વીરપ્રભુને પૂછ્યું-હે ભગવન્ ! આ કોઢીઓ તમને ચરણે પરૂ ચોપડી ગયો અને વળી હમણાં દિવ્યરૂપ લઈ આકાશમાં જતો રહ્યો-એ કોણ હતો ?
(શ્રેણિકરાજાનો આ પ્રશ્ન સાંભળીને) હસ્તતળને વિષે રહેલા આમળાની જેમ વિશ્વની સકળ વસ્તુને જાણનાર પ્રભુએ એનું વૃત્તાન્ત મૂળથી કહેવું પ્રારંભ કર્યું
હે રાજા ! ગાયો, વૃષભો અને વત્સો જ્યાં ચર્યા કરે છે એવા વત્સદેશને વિષે, જઘન્ય તેમજ ઉત્તમ લોકોની માતા હોય નહીં એવી કૌશામ્બી નામે નગરી છે. તે નગરીના દેવમંદિરના શિખરો પર હાલતી ધ્વજાના વસ્ત્ર લોકોને આચારને વિષે તત્પર જોઈને પ્રીતિ વડે નૃત્ય કરતો ધર્મ જ હોય નહીં શું (એવા દેખાય છે !) શ્રીમંત અને ઉદાર નાગરિકોના ઉત્તમ ફરસબંધીથી શોભી રહેલા ગૃહોને વિષે જે યક્ષકર્દમ હોય છે તે સિવાય નગરને વિષે અન્યત્ર ક્યાંય કર્દમ દેખાતો નથી. તેની, અનેક વસ્તુઓથી ભરેલી એક સરખી દુકાનોને વિષે, દ્રવ્ય આપતાં અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૩૪
Page #250
--------------------------------------------------------------------------
________________
સર્વ વસ્તુઓ મળે છે; “નથી' એ જ નથી મળતું. ત્યાં બંધ અને પાત ગુણશ્રેણિનો જ છે; અને માયા-લોભ-મદ-ભય-શોક અને જુગુપ્સા કેવળ કર્મગ્રંથને વિષે જ છે. વળી વિતંડાવાદ, નિગ્રહસ્થાન, અધ્યક્ષબાધિત પ્રતિજ્ઞા અને છલ ત્યાં તર્કશાસ્ત્રમાં છે, (પ્રજાને વિષે) ચાલતા નથી.
આવી આ નગરીને વિષે, કલ્પવૃક્ષની પેઠે અર્થીજનોનાં મનવાંછિત પુરનારો અને શત્રુઓના સેંકડો સૈન્ય પર વિજય મેળવનારો શતાનીક નામનો રાજા હતો. તે સમુદ્રના જેવો ગંભીર, મેરૂપર્વત જેવો અચળ, વાયુના જેવો બળવાનું અને સૂર્યના જેવો તેજસ્વી હતો. વળી તે અમૃતસમાન મધુર, ચંદ્રમા સદશ શિશિર (ઠંડો), બૃહસ્પતિ તુલ્ય નીતિજ્ઞ, અને રામ જેવો નીતિમાન હતો. પણ એનામાં એક દૂષણ હતું. પરસ્ત્રીથી દૂર રહેતા છતાં, પર(શત્રુની) રાજ્યલક્ષ્મીને નિઃશંક મને (એમની) ઈચ્છા વિરુદ્ધ સંગ્રહ કરતો ! ત્યાં મહામૂર્ખ અને દરિદ્રશિરોમણિ એવો એક સેડુબક નામનો બ્રાહ્મણ રહેતો હતો.
પોતાની સ્ત્રીની સાથે સ્થિતિને અનુસરતા ભોગ ભોગવતાં એક પુલિન્દની પેઠે મહાકષ્ટ કરીને એણે કેટલાક દિવસ નિર્ગમન કર્યા, એવામાં એની સ્ત્રીને ગર્ભ રહો. ગર્ભવતી એવી તે એકદા કહેવા લાગીઘી વગેરે તમે લઈ આવો સુવાવડમાં એ વસ્તુઓ જોઈશે. બ્રાહ્મણે કહ્યુંહે પ્રિયે ! હું એ ક્યાંથી લાવું ? અમાસના ચંદ્રમાની પેઠે મારામાં પણ એક પણ કળા નથી. કળાહીનપણાને લીધે મને કંઈ પણ મળતું નથી; લોકોમાં એ કળા જ મૂલ્યવતી ગણાય છે; જાતિ કે કુળ કાંઈપણ મૂલ્યવાળા ગણાતાં નથી. એ વખતે બ્રાહ્મણીને બુદ્ધિ ઉત્પન્ન થવાથી કહેવા લાગી-તમે જઈને રાજાને વળગો-એથી જ તમને લક્ષ્મી મળશે. અર્થીજનોનાં મનવાંછિતને પૂરવામાં શક્તિમાન હોઈને રાજાઓ જ કામકુંભ છે; (બાકી જે) કામકુંભની વાર્તા છે તે તો અસત્ય છે. પણ આ રાજાઓ સામા માણસના ગુણ અવગુણની પરીક્ષા કરતા નથી; દેવોની પેઠે અત્યંત ભક્તિથી જ એમની મહેરબાની મેળવી શકાય છે. બ્રાહ્મણીનાં આવાં વચન અંગીકાર કરીને બ્રાહ્મણ પુષ્ય ફળ-પત્ર આદિ લઈ જઈને મહાઆદરસહિત શતાનીકરાજાની નિરંતર સેવા કરવા લાગ્યોઃ બુદ્ધિહીના
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩૫
Page #251
--------------------------------------------------------------------------
________________
જનો પારકી બુદ્ધિ પ્રમાણે વર્તન કરે તો તે યે સુંદર છે.
એવામાં અન્યદા ચંપાનગરીના રાજા દધિવાહન ભૂપાળે આવીને - પાળા-અશ્વ-હસ્તિ આદિથી કૌશાંબી નગરીને ચોતરફ ઘેરી; પરિધિ' ચંદ્રમાને ઘેરે તેમ. પણ શતાનીકરાજા કોઈ મોટો પ્રપંચ શોધતો અંદર જ રહ્યો. કારણ કે જે કાર્ય પરાક્રમથી અશક્ય હોય એ ઉપાય વડે કરવું (કહ્યું છે). બહુ સમય વીતવાથી દધિવાહન રાજાના સુભટો વિષાદ પામ્યા અને એણે પણ જાણ્યું કે કૌશાંબીનો કિલ્લો લઈ શકાય એવો નથી. પછી એણે વર્ષાકાળને વિષે ઘણો કાળ થવાથી ઘેર જવાને ઉત્કંઠા થઈ હોય નહીં એમ, પાછું ફરવા માંડ્યું.
એ વખતે પુષ્પને કારણે પેલો સેડુબક વિપ્ર ઉપવને ગયો હતો તેણે પાકી ગયેલા પત્રોવાળા વૃક્ષની જેવું, ખિન્ન થઈ ગયેલું સૈન્ય જોયું. એટલે સત્વર આવીને એણે શતાનીક રાજાને કહ્યું-હે સ્વામી ! તમારો શબુ થાકી પાછો જાય છે; માટે જો તમે પ્રયત્ન કરશો તો એનો પરાજય કરી શકશો; કારણ કે પ્રયત્ન મોટા વૃક્ષની પેઠે સમય આવ્યે ફળે જ છે. આવું બ્રાહ્મણનું યુક્ત વચન સાંભળીને ચંપાના રાજાના સૈન્ય પાછળ પોતાનું સૈન્ય લઈને, શતાનીકરાજા એકદમ ચાલ્યો; અને એમ જેમ જળનો વરસાદ વરસાવે તેમ તેણે તીરનો વરસાદ વરસાવી મૂક્યો. એનાથી દુઃખી થઈને ચંપાધિપતિ-દધિવાહન રાજાના સુભટો વૃષભો નાસે તેમ નાસવા માંડ્યા. તેથી સૈન્ય ત્યજી દઈ, બહુ અલ્પ સામગ્રી રહી હતી તે લઈને ચંપાનો રાજા પોતાને નગર પહોંચી ગયો; કારણ કે પોતે કુશળ (રો) હોય તો સર્વ કાર્ય સિદ્ધ થાય છે. એનાં કોશ હસ્તિ આદિ (પાછળ રહ્યાં હતાં તે) શતાનીક રાજાએ પોતાને સ્વાધીન કર્યા; અથવા તો સ્વામી નષ્ટ થયે છતે એના સેવકોએ પણ શું નષ્ટ થવું?
પછી શતાનીક રાજાએ અત્યંત હર્ષ સહિત નગરીને વિષે પ્રવેશ કર્યો. પછી બ્રાહ્મણને કહ્યું- હે વિપ્ર ! તું તને ગમે એ માગ. પણ
૧. ચંદ્ર અને સૂર્યની આસપાસ ધૂમાડાના કુંડાળા જેવું દેખાય છે, તે “પરિધિ” કહેવાય છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૩૬
Page #252
--------------------------------------------------------------------------
________________
નિર્ભાગ્યશિરોમણિ એવો એ બોલ્યો-“હે રાજન્ ! હું મારી સ્ત્રીને પૂછીને માગીશ;” કેમકે મૂર્ખજનો હંમેશાં બીજાનાં મુખ સામું જુએ છે. પછી શ્રાદ્ધમાં જમી આવ્યો હોય એમ અત્યંત હર્ષ પામતો ઘેર જઈને એ બ્રાહ્મણ પોતાની સ્ત્રીને પૂછવા લાગ્યો-હે ભટ્ટિની ! રાજા (આપણા પર) તુષ્ટમાન થયા છે માટે કહે એની પાસે હું શું માગું ? બુદ્ધિની નિધાન એવી એ બ્રાહ્મણીએ વિચાર્યું-જો હું એને ગામ આદિ માગવાનું કહીશ તો એ ઉત્તમ લાવણ્યવાળી અન્ય સ્ત્રી પરણી લાવશે અને મને વાત પણ પૂછશે નહીં. કારણ કે ધનવાનૢ લોકોની આવી જ સ્થિતિ હોય છે. માટે એને કંઈ એવું અલ્પ માગવાનું કહું કે જેથી એ મને ત્યજી દે નહીં; કારણ કે કયો સમજુ માણસ પોતાના જ અશ્વોથી પોતાની ઉપર ધાડ લાવશે. પછી એણે ભટ્ટને કહ્યું-તમારે રાજા પાસે જઈને આટલું માગવું-પ્રતિદિન એમની સાથે સભા વચ્ચે ગુપ્ત વાત કરવા દે, વળી સૌથી પહેલું આસન આપે, ભોજન આપે અને દક્ષિણામાં એક સુવર્ણ મહોર આપે. આટલાં વાનાં તમારે એની પાસે માગવાં.
એટલે બ્રાહ્મણે જઈ રાજા પાસે એ પ્રમાણેની યાચના કરી. રાજાએ કહ્યું-અરે ! તેં આમાં મારી પાસે શું માગ્યું ? કલ્પદ્રુમ પાસે એક પાંદડાની યાચના શું કરી ? બ્રાહ્મણે ઉત્તર આપ્યો-હે રાજન્ ! બ્રાહ્મણીએ કહ્યા ઉપરાંત એક હલકામાં હલકી દીવેટ પણ હું વધારે માગતો નથી. હે મહીપતિ ! પાણી પણ મારી બુદ્ધિમતી બ્રાહ્મણી કહે છે તેટલું જ હું પીઉં છું. એજ મારો પરમ મિત્ર છે, એજ પરમ દેવતા છે, એજ મારું સર્વસ્વ છે, અને એજ મારું જીવિત છે. રાજાએ પણ વિચાર્યું-એ મૂર્ખ આટલી જ કૃપાને લાયક છે. પાણીની ડોલ છે તે સમુદ્ર પાસેથી પણ પોતામાં સમાઈ શકે એટલું જ ગ્રહણ કરે છે. એવો વિચાર કરીને તથા એનો ઋજુ સ્વભાવ જોઈને, એણે જે યાચના કરી હતી તે સર્વે એને આપી. એ (બ્રાહ્મણ) પણ રાજા સાથે વાતચીત કરવાનું મળવાથી તથા અગ્રાસને બેસીને ભોજન કરતો હોવાથી અને ઉપરાંત એક સુવર્ણ મોહોરની દક્ષિણા મેળવતો હોવાથી એની કીર્તિ થવા લાગી. રાજાનો માનીતો હોવાથી લોકો પણ નિત્ય એને બોલાવવા લાગ્યા. જેના પર રાજા સંતુષ્ટ થાય છે એને કલ્પવૃક્ષ પણ ફળે છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩૭
Page #253
--------------------------------------------------------------------------
________________
દક્ષિણાના લોભથી એ બ્રાહ્મણ તો જમેલું પુનઃ પુનઃ વમન કરવા લાગ્યો અને પાછું જમવા લાગ્યો; કારણ કે બ્રાહ્મણોને કિંચિત્ પણ યોગ્ય લોભ નથી હોતો. દક્ષિણામાં ઘણું દ્રવ્ય મળ્યું એથી એને બહુ જ સારું થયું અને તરૂવરમાંથી શાખા નીકળવા માંડે એમ એનું કુટુંબ વિસ્તાર પામવા લાગ્યું. પણ અજીર્ણ આહાર અને વમનને લીધે કાચોરસ ઉપર ને ઉપર રહેવાથી એને ત્વચામાં વિકાર થયો કારણ કે જેવી ક્રિયા હોય છે, તેવું જ ફળ પ્રાપ્ત થાય છે. પ્રતિકાર નહિ કરવાથી એનો વ્યાધિ વધ્યો. વૈર, વ્યાધિ, ઋણ અને અગ્નિ-એ ચારે વાનાં સરખાં છે. એની નાસિકા આગળથી બેસી ગઈ, એના હસ્ત અને ચરણ ફાટી ગયા અને એનો સ્વર તૂટી ગયો, તો પણ અગાઉની પેઠે એ તૃપ્તિ ન પામતાં, રાજાની સાથે જમ જમ કરવા લાગ્યો કારણ કે એવા ભૂખાળ લોકો પોતાની પાંચ પાંચ ઈન્દ્રિયોથી પણ શરમાતા નથી.
એ જોઈ મંત્રીઓએ તો રાજાને કહ્યું-આ કુષ્ટરોગ છે તે ચેપી રોગ છે; માટે ભોજન વગેરેમાં એની સાથે સંબંધ રાખવો એ યુક્ત નથી; એવું હેત શા કામનું કે જેથી પોતાનો વિનાશ થાય ? માટે હે સ્વામી ! આના નિરોગી પુત્રો છે એમનામાંના કોઈને એને સ્થાને રાખો, આદેશીને સ્થાને આદેશ રાખવામાં (મૂકવામાં) આવે છે તેવી રીતે. મહિપતિએ એ વાતની હા કહી એટલે મંત્રીઓએ વિપ્રને કહેવરાવ્યું કે-હવે તારે રાજમહેલમાં પોતે ન આવતાં તારા પુત્રોને મોકલવા. તું ઘરમાં જ સારો છે. એ સાંભળી અત્યંત ખિન્ન થયેલો એવો બ્રાહ્મણ પછી પોતાના પુત્રને રાજમંદિરમાં મોકલવા લાગ્યો. વ્યાધિએ તો અતિ ઉગ્રરૂપ ધારણ કર્યું એટલે વળી પુત્રોએ પિતાને ઘરની બહાર એક કુટીર (ઝુંપડી) કરાવીને એમાં રાખ્યો. ત્યાં એ એકલો કેવી રીતે રહી શકશે એમ વિચારીને જ હોય નહીં એમ એની આસપાસ પુષ્કળ માખીઓ બણબણવા લાગી. એક જૂના પુરાણા ખાટલામાં પડ્યો પડ્યો તે બબડતો તેને કોઈ ઉત્તર પણ આપતું નહીં; તો કહ્યું કરવાની તો વાત જ શી ? એના પુત્રો એની આજ્ઞા ન પાળતા એટલું જ નહીં પણ એની સામા ઉત્કંઠ વચન પણ કહેવા લાગ્યા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૩૮
Page #254
--------------------------------------------------------------------------
________________
વળી પુત્રવધુઓ પણ કાષ્ટના પાત્રમાં તુચ્છ આહાર દઈને કુતરાને નાખે એમ અવજ્ઞાથી એને આપવા લાગી; અને ધિક્કાર છે એમને કે નાક મચકોડતી, મુખ બગાડતી, ખભા મરડતી અને ત્રાંસી આંખે જોતી થુંકવા લાગી. એવાં વધુઓનાં આચરિત જોઈ વિપ્રે વિચાર્યુ-એઓ ભલે એવી ચેષ્ટાઓ કરે; મારે પારકી પુત્રીઓનો શો દોષ કાઢવો ? આ મારા પુત્રોનો જ એમાં દોષ છે કે જેઓ મારી જ સંપત્તિ લઈને મારે જ મસ્તકે પગ મૂકવા તૈયાર થયા છે ! અથવા તો તળાવની કૃપાથી એમાં રહેલું જળ વૃદ્ધિ પામે છે ત્યારે એ તળાવના જ કિનારાને તોડી નાખે છે ? વળી સુવર્ણ સમાન તેજસ્વી એવો જે અગ્નિતે જે કાષ્ટ્રમાંથી ઉત્પન્ન થાય છે તે કાષ્ટને જ પ્રથમ બાળી નાખે છે માટે આ કૃતજ્ઞ પુત્રોને મારા અપમાનનું ફળ સત્વર દેખાડું જેથી મારું વેર વળે.
આ પ્રમાણે વિચાર કરીને સર્વ પુત્રોને બોલાવી એણે કહ્યું - આ કુષ્ઠ રોગને લીધે દુઃખી થવાથી મને વિરક્તભાવ ઉત્પન્ન થયો છે. માટે હવે આપણો કુળાચાર કરીને હું પ્રાણ ત્યાગ કરવા ઈચ્છું છું. એ સાંભળીને પુત્રો તો જાણે અમૃતનું પાન કરતા હોય નહીં એમ હર્ષ પામ્યા. “બહુ જ સારું થયું કે એ મરવાને તૈયાર થયા છે; વગર ઔષધે વ્યાધિ જતો હોય તો ભલે જાય.” એમ વિચારીને કહેવા લાગ્યા-હે તાત ! અમને આજ્ઞા આપો; આપનું કહ્યું કરવાને અમે તૈયાર છીએ. પિતાએ કહ્યું-એક પુષ્ટ અંગવાળા છાગ (બોકડા)ને તમે અહીં લઈ આવો. તેને વિવિધ મંત્રોથી પવિત્ર કરીને હું તમને સોંપીશ. પછી તમે તેને સૌ સાથે મળીને ભક્ષણ કરજો કે જેથી આપણા કુળને વિષે શાન્તિ અને આરોગ્ય થશે.
“હે પ્રિયે, આજે બળદને પ્રસવ થયો છે.” એમ લોકો કહેતા તો તે વાતને પણ સત્ય માનનારા એવા (ભોળા) સેડુબકે પણ કોણ જાણે કેમ આ વખતે પ્રપંચ રચ્યો; અથવા તો લોકોને શિક્ષા વિના પોતાની પાપબુદ્ધિની ખબર પડતી નથી. પેલા પુત્રોએ તો પિતાનો પ્રપંચ નહીં સમજીને એના કહેવા પ્રમાણે પશુ આણીને એને આપ્યો; અથવા તો
લા, અમને આ
અંગવાળા છાગ અને સોંપીશ. પછી શક્તિ અને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૩૯
Page #255
--------------------------------------------------------------------------
________________
યુવાનોને મતિ ક્યાંથી હોય ? સેડૂબકે પશુને અન્નની સાથે પોતાના અંગમાંથી નીકળતું મળ-પરૂ આદિ પણ આપવા માંડ્યું. એમ કરતાં
જ્યારે પશુની સાત ધાતુઓ મહા કુષ્ટરોગે ભેદી નાખી ત્યારે એને મારી નાખીને વિપ્રે પોતાના પુત્રોને સોંપ્યો. એમણે પણ પિતાનો અભિપ્રાય નહીં સમજીને એ પશુનું ભક્ષણ કર્યું. એટલે પિતા જાણે કૃતાર્થ થયો હોય નહીં એમ આનંદ પામવા લાગ્યો. એણે પુત્રોને કહ્યું-હું હવે નિશ્ચિત થયો છું એટલે કોઈ તીર્થસ્થળે જાઉં છું. આ જન્મનો તો આમ અંત આવ્યો માટે હવે અન્ય જન્મ કરવાની મારી ઈચ્છા છે.
પુત્રોને આ પ્રમાણે કહીને સેડૂબક બ્રાહ્મણ સર્પના રાફડા થકી નીકળી આવતો હોય નહીં એમ ઘર થકી ચાલી નીકળ્યો. ચાલતા ચાલતાં અસંખ્ય ભયાનક જાનવરોવાળા એક અરણ્યમાં આવી પહોંચ્યો. માર્ગના શ્રમથી થાકેલા અને સૂર્યના તાપથી અકળાઈ ગયેલા સેડુબકને, એના કુષ્ટરોગની સાથે સ્પર્ધા કરતી હોય નહીં એવી તૃષાએ મુંઝવ્યો. પાણી પાણી કરતો આમ તેમ ભટકતો હતો એવામાં એના જીવિતવ્યની આશા. સમાન એક પાણીનો ઝરો એની દષ્ટિએ પડ્યો. તીર પર ઉગેલાં હરીતકી-ખદીર-આમળા-લીંબડા-બાવળ વગેરે વૃક્ષોનાં પુષ્પ અને ફળ. એ ધરાના અત્યંત તપી ગયેલા જળમાં પડ્યા કરતાં હોવાથી એ જળ જાણે કવાથ (ઉકાળા) જેવું દેખાતું હતું. એવું જળ પણ સેડુબકે અમૃત સમાન માનીને પીધું; પ્રસ્તાવ એટલે અમુક અવસર જ ખરેખર વસ્તુઓને અમુલ્યપણું બક્ષે છે. જેમ જેમ એ જળ પુનઃ પુનઃ પીવા લાગ્યો તેમ તેમ એને વિરેચન થવા લાગ્યું. અને શરીરમાંથી કૃમિઓ. બહાર નીકળવા લાગ્યા. તેણે આ પ્રમાણે નિરંતર કરવું શરૂ રાખ્યું તેથી અલ્પ સમયમાં એની કાયા સુવર્ણની સમાન અત્યંત દેદિપ્યમાન થઈ. પોતાના શરીરની એ પ્રકારની કાન્તિ જોઈને તે અંત:કરણને વિષે અત્યંત હર્ષ પામવા લાગ્યો કે મેં સ્વપ્નને વિષે પણ આરોગ્યતા પ્રાપ્ત થશે એવું ધાર્યું નહોતું મહા બળવાન એવો વિધાતા અનુકૂળ હોય છે ત્યારે ન ધાર્યું હોય એવું બને છે; અને એ પ્રતિકૂળ હોય છે ત્યારે ધાર્યા કાર્ય પણ પડ્યાં રહે છે માટે હવે મારા કૌશામ્બીના
૪૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #256
--------------------------------------------------------------------------
________________
લોકોને મારી આ શરીરની કાન્તિ નજરે પાડું; કારણ કે જ્યાં સુધી લોકો દેખે નહીં ત્યાં સુધી ગમે એવી શ્રેષ્ઠ શોભા હોય તેથી પણ શું ? વળી મારા કુપાત્ર પુત્રોની શી દશા થઈ છે એ પણ હું જોઉં કારણ કે ભાગ્યશાળી પુરુષો જ પોતાના ઉદાર પરાક્રમોને નજરે જુએ છે ! એમ વિચારીને પાછો વળી નગરી ભણી ચાલ્યો. નગરમાં પ્રવેશ કર્યો એટલે નગરવાસીઓ એને વિકસ્વર નેત્રોથી જોઈ રહ્યા, અને કહેવા લાગ્યા “અહો ! આ વિપ્ર ક્યાંથી આવો તદ્દન નીરોગી થઈ આવ્યો ? તારી સ્થિતિ બદલાઈ ગયેલી જોઈને અમને અત્યંત આશ્ચર્ય થાય છે !” બ્રાહ્મણે એમને ઉત્તર આપ્યો-નિરંતર એકાગ્ર ચિત્તે ઉત્તમ તીર્થની સેવા કર્યાથી મને દેવ પ્રસન્ન થયા અને એણે મારો વ્યાધિ દૂર કર્યો; અથવા તો-દેવતા પ્રસન્ન થાય છે તો આ દેહ જ સ્વર્ગ બનાવી દે છે, લોકો કહેવા લાગ્યા-અહો ! ધન્ય છે આ વિપ્રને કે દેવતાની કૃપા એણે પ્રાપ્ત કરી ! આમ પ્રશંસા પામતા સેડુબકે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો, તો અનેક કીડાઓથી ખવાઈ ગયેલા પત્રવાળા વૃક્ષોની જેમ મહા વ્યાધિથી પીડાતા એના પુત્રો એની નજર પડ્યા. અત્યંત હર્ષ સહિત પિતાએ પુત્રોને કહ્યું-હે કુપુત્રો ! તમે મારી અવજ્ઞાનું પૂરેપૂરું ફળ ભોગવો. એ સાંભળી પુત્રો કહેવા લાગ્યા-હે તાત ! તમે આવું નિર્દય આચરણ તમારા જ પુત્રો પ્રત્યે કેમ કર્યું ? તમારી બુદ્ધિ ચળી ગઈ છે ! તમે આવું કુકર્મ કરતાં પાપથી પણ ડર્યા નહીં અથવા તમારા આ પળીઆથી પણ લજ્જા પામ્યા નહીં ? એ સાંભળી પિતા પણ મોટેથી આક્રોશ કરી બોલ્યો-અરે દુષ્ટો ! તમારાં પોતાનાં કાર્યો તો તમે સંભારો કે તમે તમારા પિતાનો પણ કેવી રીતે એક શ્વાનની પેઠે પરાભવ કર્યો છે ? તમારા પોતાના જ પાપને લીધે ભય ને લજ્જા બંને જતા રહ્યા છે તેથી જ તમે, જેના થકી આ ઉચ્ચ પદવીને પામ્યા છો એવા મને બહુ વિડંબના પમાડી છે ! અથવા તો લોકો પારકા અલ્પ દોષને બહુ જુએ છે અને પોતાના પર્વત સમાન મહાન્ દોષો હોય છે તેને ભાળતા જ નથી. વળી તમે બ્રાહ્મણનો કે વણિનો દંશ જાણતા નથી લાગતા તેથી જ તમે મારા ઉપર એટલી આફત ગુજારી હતી. તો હવે જાણજો કે મારા જેવા રંકે તમારા જેવા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૪૧
Page #257
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ પદવાળાની આ સ્થિતિ કરી છે ! અથવા તો એક કાંકરી પણ ઘડો ફોડે છે.
પુત્રોની સાથે આ પ્રમાણે પિતાને કલહ કરતો જોઈને લોકો કહેવા લાગ્યા-આ તો મુગ્ધ-બાળક હતા એમણે તો ભૂલ કરી, પણ તે જાણતાં છતાં (જાણી જોઈને) કેમ ભૂલ કરી ? એક જણ કુપને વિષે પડે તેથી બીજાએ પણ શું એમ કરવું ? શું તે નથી સાંભળ્યું કે પુત્ર કુપુત્ર થાય પણ પિતા કુપિતા ન થાય. આ પ્રમાણે સર્વ લોકો એકમુખે. એ સેડુબકની નિન્દા કરવા લાગ્યા; અથવા તો લોકો તો ક્ષણમાં સ્તુતિ કરે છે અને ક્ષણમાં નિન્દા પણ કરે છે. પછી લોકોના તિરસ્કારને લીધે સેડૂબકે કૌશામ્બી નગર ત્યજી દીધી; કારણ કે જનાપવાદના ભયથી રામે પણ સીતાને ત્યજી દીધી હતી.
(શ્રી વીરપ્રભુ શ્રેણિક રાજાને કહે છે) હે શ્રેણિક રાજા ! કૌશામ્બી નગરી પડતી મૂકીને એ સેડુબક વિપ્ર ચાલી નીકળ્યો તે તારે નગર આવ્યો ને આજીવિકાને અર્થે તારા દ્વારપાળનો આશ્રય લઈને રહ્યો; કારણકે વિદેશને વિષે ધનહીનની એવી જ વૃત્તિ હોય છે. હે રાજા ! જિનના વિહારથી જ લોકો પર ઉપકાર થાય છે માટે વિચરતા વિચરતા અમે એકદા આ નગરમાં પણ આવ્યા હતા. તે સમયે તારો દ્વારપાળ એ સેડુબકને “તારે હું આવું ત્યાં સુધી આ સ્થાનેથી જવું નહીં” એમ કહીને મને વંદન કરવા આવ્યો. પણ પાછળ સેડુબક બ્રાહ્મણ જાણે કાળમાંથી આવેલો રાંક ભિક્ષક હોય નહીં એમ દુર્ગાદેવીને શહેરીઓએ ચઢાવેલ બળિ ખાવા લાગ્યો.
અતિલોલુપ હતો તેથી તેણે કંઠપર્યન્ત ખાધું તેથી અને વળી ગ્રીષ્મા ત્રતુનો ઉત્કટ તાપ હતો તેથી તેને બહુ જ તરસ લાગી. એટલે એને વિચાર થયો કે આ જળચરો જે છે એમને પૂરાં ભાગ્યવાન સમજવાં. કે એઓ વિશ્વના જીવનભૂત એવા જળને વિષે જ પ્રથમ ઉત્પન્ન થાય છે. વળી રાત્રિ-દિવસ જળને વિષે જ રહ્યાં છતાં એઓ યથારૂચિ જળ ઉપર તરી આવે છે, અંદર ડુબકી મારે છે અને આડાઅવળા પણ ભમ્યા કરે છે. એટલું જ નહીં પણ આવું અમૃતસમાન ઠંડુ જળ નિરંતર
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૪૨
Page #258
--------------------------------------------------------------------------
________________
પીએ છે; અથવા તો “અમૃત” તો ફક્ત વાર્તામાં જ છે; આ જળ છે તેજ અમૃત છે. આમ વિચારતો એ તૃષાતુર છતાં પણ દ્વારપાળના ભયથી કોઈ જળાશયે જળ પીવા ગયો નહીં. અહો ! સેવકનું જીવતર ખરે કષ્ટદાયક છે. તૃષાથી પીડાતો ગરીબ બિચારો જળ, જળ એમ બૂમ પાડવા લાગ્યો; મંદબુદ્ધિ શિષ્ય શ્લોકાદિ ગોખવા મંડી જાય તેમ. તૃષાને દુઃખે મૃત્યુ પામીને એ નગરની બહારની વાવમાં એક દેડકો (ઉત્પન્ન) થયો; કારણ કે જે લેગ્યામાં જન્તુ મૃત્યુ પામે છે એજ વેશ્યામાં એ ઉત્પન્ન થાય છે.
“હે રાજન ! (વીરપ્રભુ શ્રેણિક મહિપતિને સંબોધીને કહે છે) અમે પાછા ફરતા ફરતા તારા જ નગરને વિષે આવ્યા, જાણે એ દેડકાના કોઈ મહભાગ્યથી આકર્ષાઈને જ હોય નહીં એમ. તે વખતે સર્વ લોકો અમને વંદન કરવાને આવતા હતા ત્યારે વાવમાંથી પાણી ભરવા આવેલી પનહારીઓમાં આવા પ્રકારનો સંલાપ થયો-એક બોલી, અરે બહેન ! આજે શું કોઈ મહાન ઉત્સવ છે કે જેને લીધે સર્વ લોકો એક સાથે હર્ષમાં જતા જણાય છે ? ત્યારે બીજી આક્ષેપ સહિત કહેવા લાગી અરે તું તો કોઈ ગર્ભશ્રીમંતની પુત્રી છો અથવા તો કેવળ મૂર્ખ છો કે એટલું જાણતી નથી ? સુરેન્દ્રો પણ સેવક જનની પેઠે જેમના ચરણને વિષે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે એવા શ્રીમાન મહાવીર ઉદ્યાનને વિષે પધાર્યા છે. એવા એ મહાવીર જિનને તું નથી જાણતી તો એમજ સમજને કે તું કાંઈ પણ નથી જાણતી; કારણ કે મહા તેજસ્વી સૂર્યમંડળનો ઉદય થાય છે ત્યારે મંદ નેત્રવાળાને પણ એની ખબર પડે છે. પનહારીઓના આવા સંલાપ સાંભળીને જેને કંઈ સંજ્ઞા થઈ એવો એ દેડકો વિચારવા લાગ્યો-મેં પૂર્વે કયાંય નિશ્ચયે “મહાવીર' એવો શબ્દ સાંભળ્યો છે. ઉહાપોહ કરતાં એને પોતાનો પૂર્વભવ સ્મરણમાં આવ્યો તે જાણે એને ભવિષ્યમાં થનારા પ્રતિબોધની વાતને નિવેદન કરવાનું હોય નહીં ! દ્વારપાળ મને દરવાજો સોંપીને તે વખતે જેમને વંદન કરવા ગયો હતો તે જ આ મહાવીર પધાર્યા છે. માટે આ લોકો એ જિનેશ્વરને વંદન કરવાને જાય છે એમ હું પણ જાઉં, કારણ કે તીર્થ તો સૌનું છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૪૩
Page #259
--------------------------------------------------------------------------
________________
એમ વિચારીને એ દેડકો કુદતો કુદતો અમને વંદન કરવાને આવવા નીકળ્યો એવામાં માર્ગને વિષે, હે રાજન્ ! તારા અશ્વોની ખરી નીચે દબાઈ ગયો; અને મૃત્યુ પામ્યો. મરણસમયે શુભધ્યાન રહ્યું એથી એ દેવયોનિને વિષે ઉત્પન્ન થયો છે અને દર્દનાંક એવું એનું સાર્થક નામાભિધાન છે. ભાવ થકી તો એ સૂર્ય સમાન છે; એની ક્રિયા જ એક ખદ્યોત (પતંગીઆ) જેવી છે. આ વખતે દેવતાઓની સભામાં, હે રાજન ! ઈન્દ્ર તારી પ્રશંસા કરી; કારણ કે ગુણીજનોનો પરના ગુણો પર પક્ષપાત હોય છે. ઈન્દ્ર એમ કહ્યું કે- આ વખતે ભરતક્ષેત્રને વિષે શ્રેણિકરાજા જેવો કોઈ શ્રાવક નથી. મણિ તો બહુ છે પરંતુ ચિંતામણિ તુલ્ય કોઈ મણિ નથી. એ શ્રેણિકને સુર તેમજ સુરેન્દ્ર-કોઈ પણ જૈન ધર્મથી ચળાવવાને સમર્થ નથી. જેવી રીતે જિનેશ્વર ભગવાનના વચનને ગુરુકર્મી પ્રાણી સત્ય માનતો નથી, તેવી રીતે એ દક્રાંકદેવે ઈન્ટે કરેલી વાતને સત્ય માની નહીં તેથી એ (દક્રાંકદેવ) આ તારી પરીક્ષા કરવાને આવ્યો હતો. એણે અમારા ચરણ પર ગોશીષચન્દનનું વિલેપન કર્યું છે પરંતુ તારી દષ્ટિને મોહ પમાડીને અન્ય દેખાડ્યું છે.
શ્રેણિકરાજાએ પુનઃ કહ્યું- હે ભગવંત! એ વાત તો હું સમજ્યો; પણ ત્યારે એણે જે માંગલિક અને અમાંગલિક શબ્દો કહ્યા એનો હેતુ શો સમજવો તે જણાવશો. ભગવાને કહ્યું-એણે મને “મરો” એમ કહ્યું તે એવા અભિપ્રાયથી કે આ ભવને વિષે રહેતાં તો કષ્ટ જ છે અને મૃત્યુ પછી મને મોક્ષ મળવાનો છે તો મોક્ષ પ્રાપ્ત થાય માટે “મરો” એમ કહ્યું છે. વળી હે રાજન ! તને આ જન્મમાં જ સુખ છે; મૃત્યુ પછી તો નરક મળવાની છે; માટે જ તને એણે “જીવો” એમ કહ્યું છે. અને અભયકુમારને બંને કલાં એ એવા અભિપ્રાયથી કે એ આ જન્મમાં ધર્મકાર્યો કરે છે અને મૃત્યુ પછી અન્યજન્મમાં પણ એ દેવગતિમાં જવાનો છે. માટે એ જીવો કે મરો એ બંને સરખું છે. કાલશૌકરિકને એણે બંને વાતનો નિષેધ બતાવ્યો એ એવા અભિપ્રાયથી કે આ જન્મમાં એ પાપ કાર્યો કરે છે અને મૃત્યુ પછી એ સાતમી નરકે જવાનો છે.
૨૪૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રી વીરપરમાત્માએ દર્દુરાંક દેવનાં આચરિત વિષે ખુલાસો કરતાં શ્રેણિક રાજાની નરકગતિ થવાની કહી એ સાંભળીને એને કંપારી
છુટી : અથવા તો નરકની વાત સાંભળતાં જ ભય ઉત્પન્ન થાય છે, તો એ દુ:ખ ભોગવવા પડવાનું સાંભળીને થાય એમાં શું આશ્ચર્ય ? શ્રેણિકરાજાએ પૂછ્યું-હે જગન્નાથ ! આપ જેવા મારા સ્વામી છતાં મારે નરકગતિ કેમ ? કલ્પદ્રુમ છતાં દારિદ્રય હોય નહીં. પ્રભુએ ઉત્તર આપ્યો-હે મહીપતિ ! તેં નરકને વિષે જ આયુર્ગંધ કર્યો છે; માટે તારે ત્યાં જ જવું પડશે; એ વિષયે અન્યથા સમજવું જ નહીં. હે રાજન્ ! નિકાચિત કર્મ જે છે તેને અન્યથા કરવાને દેવ, દાનવ, ચક્રવર્તી કે અમે પોતે પણ સમર્થ નથી. જેમ મુનિની પાસે મહાબાહુ રાજા કે રંકને વિષે જરાએ અંતર નથી તેમ એ કર્મની પાસે પણ નથી. હે નરપતિ ! તું ભવિષ્યમાં થનારા ચોવીશ જિનેશ્વરમાં પ્રથમ પદ્મનાભ નામે જિનેશ્વર થવાનો છું માટે વૃથા ખેદ કરવો રહેવા દે. પણ શ્રેણિક ભૂપતિએ પુનઃ વિજ્ઞાપના કરી કે-હે ભગવંત ! જેમ દુઃસાધ્ય એવા પણ સન્નિપાતને વિષે ઉત્તમ વૈદ્ય બુદ્ધિથી વિચાર કરીને ઔષધ આપે છે તેમ નિર્મળ કેવળજ્ઞાનરૂપી લોચનવાળા આપ પણ મને દુર્ગતિથી છુટાવનારો કોઈ ઉપાય બતાવો. એ સાંભળીને તીર્થંકર મહારાજા પણ સમાધાનને માટે બોલ્યા-જો કપિલા બ્રાહ્મણી પાસે તું સાધુઓને દાન દેવરાવ અને કાલશૌકરિકને (પ્રાણીઓનો) વધ કરતો અટકાવ તો તારો નરકવાસ મટે. પણ અમને તો નિશ્ચય છે કે “સોમનાથ મરવાનો યે નથી; અને આચાર્ય એને કાષ્ટની ચિતા પર બેસાડવાના યે નથી.”
જિનેશ્વર ભગવાને કહેલી આ વાક્યાવલીને સંજીવિની સમાન સમજી એમને પ્રણામ કરીને મગધેશ્વર શ્રેણિકરાજા પોતાના નગર ભણી પાછો વળ્યો. એ વખતે એજ દર્દુરાંક દેવે એની પરીક્ષા કરવાને એને માયા વડે, જાળ નાંખી મત્સ્ય પકડતો એક મુનિ દેખાડ્યો. એ મુનિને જોઈ એને બોલાવીને રાજાએ પૂછ્યું-આ શું આદર્યું ? મુનિએ ઉત્તર આપ્યો-આ મત્સ્યો વેચીને મારે એક ઉત્તમ કાંબળી લેવી છે. એ કાંબળી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૪૫
Page #261
--------------------------------------------------------------------------
________________
હું શરીર પર ઓઢીને વર્ષાકાળને વિષે અપકાય જીવોની રક્ષા કરીશ. કારણ કે દયા એજ ધર્મનું મૂળ છે. રાજાએ વિચાર્યું-આ મુનિ મુગ્ધ બુદ્ધિવાળા એટલે મૂર્ખ જણાય છે કે એકેન્દ્રિયની રક્ષાને અર્થે પંચેન્દ્રિયનો વિનાશ કરે છે. અન્ય પાપનો ભય રાખે છે અને પડે છે તો તે બહુ બહુ પાપમાં; હવાડાથી બીએ છે, ને પડે છે કુવામાં; પછી એ મુનિને રાજાએ કંબળ અપાવીકારણ કે શાસનની હીલના થતી અટકાવવાને કુપાત્રને પણ (દાન) દેવું કહ્યું છે.
આગળ ચાલતાં રાજાને દેવતાએ (માયા વડે) એક ગર્ભવતી સાધ્વી દેખાડી કે જે દુકાને દુકાને કંઈ દ્રવ્ય માગતી હતી. આવી સ્થિતિમાં સાધ્વીને જોઈને રાજાને અત્યંત ખેદ થયો; કારણ કે આવું અયોગ્ય જોઈને કયો શ્રાવક ન દુહવાય ? આ બીજી શાસનની હીલણા ઉત્પન્ન થઈ એ-ખેતીમાં જળના દુષ્કાળને શમાવે ત્યાં તેમાં તીડ આવવા જેવું થયું. આવી સાધ્વીઓ ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને પણ એને કેમ વૃથા ગુમાવે છે એમ ચિન્તવીને રાજાએ એ સાધ્વીને બોલાવીને કહ્યુંએક અકાર્ય કરીને પુનઃ પાછું એને શા માટે ખુલ્લું બતાવવું પડે છે? માંસ ખાઈને પાછાં અસ્થિ કોઈ ગળે બાંધે ખરાં ? તારું સર્વ કાર્ય હું નીવેડી આપીશ એમ કહીને રાજાએ સાધ્વીને ગુપ્ત પ્રચ્છન્નપણે રાખી; કારણકે પોતાની જાંગ ઉઘાડતાં માણસ પોતે જ લજવાય છે. પ્રસવકાળ નજીક આવ્યે સર્વ કળાના જાણ એવા નૃપતિએ પોતે એનું સૂતિકર્મ કર્યું કારણ કે એ સમય એવો હતો. એની એવી દુર્ગધ છૂટી કે નાસિકા ફાટી જાય; તોપણ શાસનના રક્ષક એવા રાજાને એના તરફ અભાવ ન થયો. વળી પ્રસવ થતાં જ બાળકે દેવતાની માયા વડે એટલું ગાઢ રૂદન કરવા માંડ્યું કે ત્રણ ત્રણ શેરી સુધી તે સંભળાવા લાગ્યું. એ જોઈને શ્રાવકશિરોમણિ નરપતિ અત્યંત દુઃખી થયો. એ કહેવા લાગ્યો-ઉપાય ચાલ્યો ત્યાંસુધી તો અત્યાર સુધીનું સર્વ મેં ગુપ્ત રાખ્યું; પણ હવે કાંઈ બુદ્ધિ સુઝતી નથી તો આ કેમ કરીને હવે ગુપ્ત રહેશે? અથવા તો આકાશ ફાટ્યું તે કોનાથી સાંધી શકાય ?
૨૪૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #262
--------------------------------------------------------------------------
________________
(દેવતાએ પોતાની માયા વડે બહુ બહુ પ્રકારે પરીક્ષા કરી તે સર્વમાં) રાજાની પૂર્ણ દઢતા જાણીને પેલા દેવતાએ પોતાનું રૂપ પ્રકટ કર્યું અને એ હર્ષ સહિત બોલ્યો-હે રાજન્ ! દેવતાઓની સભામાં ઈન્દ્ર તને જેવો પ્રશસ્યો છે તેવો જ તું છે; અથવા એથી પણ અધિક છો. પ્રકાશ કદિ અંધકાર થઈ જાય; મેરૂ પર્વત કદિ ચલાયમાન થાય, જળ કદિ અનિરૂપ થાય, અમૃત વિષ થઈ જાય; અથવા સૂર્ય કદિ પશ્ચિમ દિશામાં ઉદય પામે; તોપણ, હે સત્યના ભંડાર ! તું કદિ પણ સમ્યકત્વથી ચલિત થવાનો નથી. સમુદ્રના મહિમાનો પાર પામી શકાય પરંતુ તારા મહિમાનો પાર સર્વથા અલક્ષ્ય જ છે. મારા જેવા તારું કયા પ્રકારનું સન્માન કરી શકે એમ છે ? તોપણ હું કંઈક તારું સન્માન કરવાને ઈચ્છું છું. તેથી હું તને આ હાર અને આ બે ગોળા આપું છું તેનો તું સ્વીકાર કર. એમાં આ હાર જે છે તે બુટશે તો એને જે સાંધશે તેનું મૃત્યુ થશે. એમ કહીને એ બે ગોળાઓ અને હાર રાજાને આપીને ક્ષણમાં જતો રહ્યો. (એ ત્રણ વસ્તુઓમાં) એકલા એક હારનું જ મૂલ્ય મગધના રાજ્યના મૂલ્ય જેટલું હતું.
પછી રાજાએ કપિલાને બોલાવીને ગૌરવ સહિત કહ્યું-હે શુદ્ધમતિ ! તું મુનિઓને આદર સહિત ભિક્ષા આપ. તું જેની શોધમાં છે તે સર્વે હું તને આપીશ. કારણ કે મુનિદાન જે છે તે ઉત્તમ છે. કપિલાએ કહ્યું- હે રાજા ! તમે મને કદાપિ સર્વ સુવર્ણમય બનાવી ધો તોપણ હું એ કરવાની નથી; કારણકે મેં આટલો બધો કાળ મારા. આત્માને મુનિદાનથી કલંકિત કર્યો નથી તો હવે થોડા માટે કોણ એ દૂષણ વહોરી લે ? રાજાએ એને પત્થર સમાન જાણીને પડતી મૂકી.
પછી એ કાલશૌકરિક કસાઈને કહ્યું-તું તારી પ્રાણીવધ કરવાની વૃત્તિ પડતી મૂક. તું દ્રવ્યને અર્થે એવું પાપકાર્ય કરે છે તો ચાલ હું તને એટલું બધું દ્રવ્ય આપું કે તું કુબેરભંડારીની જેવો થઈ જા. પેલાએ કહ્યું-આ મારી વૃત્તિ કેવી રીતે પાપરૂપ કહેવાય ? એનાથી તો નિરંતર પુષ્કળ પ્રાણીઓ હયાતિ ભોગવે છે (જીવે છે). માટે એને હું કેવી રીતે ત્યજી શકું ? મારી એવી ઈચ્છા છે કે એને એ જ મારી વૃત્તિમાં
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૪૭
Page #263
--------------------------------------------------------------------------
________________
મારું મૃત્યુ થાય. રાજાએ “એ પાપી આ પાપ કર્યા કરતો કોઈ રીતે અટકવાનો નથી” એમ વિચારીને એને નરક સમાન કુવામાં નંખાવ્યો. હે પાપી ! પ્રાણીઓનો વધ કરે છે એથી તું નરકને વિષે જ જઈશ એમ કહેતા હોય નહીં એમ એને આખો દિવસ અને રાત્રિ ત્યાં રાખ્યો અને જઈને ભગવંતને વાત કરી કે એ કાલશકરિક પાસે એની વૃત્તિ છેલ્લા આઠ પહોર સુધી તો પડતી મુકાવી છે. પણ જિનેશ્વર ભગવંતે કહ્યું- હે રાજન ! એણે તો કુવામાં રહ્યા છતાં પણ માટીના પાંચસો પાડા બનાવીને એમનો વધ કર્યો છે. એ મહીપતિ આ કાલશૌકરિક અને કપિલા બંને અભવિ છે, અપવિત્ર વસ્તુ ખાનારા શ્વાનોની પેઠે એ બંનેએ પોતાનો મૂળ સ્વભાવ ત્યજવાના નથી. બનવાની વસ્તુ અવશ્ય બને જ છે; અન્યથા થતી નથી. આ પ્રમાણે પ્રભુનો પ્રતિબોધ પામીને રાજા નમન કરીને સ્વસ્થાનકે ગયો. ભગવાન વીરજિનેશ્વર પણ ભવ્યજનોને પ્રતિબોધ પમાડવા અન્યત્ર વિહાર કરી ગયા; અથવા તો સૂર્યને સર્વ જગત પર પ્રકાશ કરવાનો છે.
હવે કેટલેક કાળે પેલા કાલશૌકરિકને મૃત્યુ પાસે આવ્યું; કારણ કે પ્રાણી માત્રની એ જ પ્રકૃતિ છે. હંમેશાં પાંચસો પાંચસો પાડાનો વધ કરવાથી એણે જે પાપ બાંધ્યું હતું તે હવે આવીને ઊભું રહ્યું. એના પ્રભાવથી એના શરીરમાં મહાન વ્યાધિઓ ઉત્પન્ન થયા એની એને વ્યથા થવા લાગી; અથવા તો જેવું આપ્યું હોય તેવું જ મળે છે. હે માતા ! હે પિતા ! હે આજ્ઞાંક્તિ સુલસ ! હું વગર રક્ષાએ મૃત્યુ પામું છું-એમ એ વારંવાર આક્રંદ કરવા લાગ્યો; અને એની પાસે બેઠેલા બીજાઓ પણ એના દુઃખે દુઃખી હોઈને આંસુ લાવીને રૂદન કરવા લાગ્યા. એનો પુત્ર સુલસ તો પોતાના પિતાને સુખ વર્તાય એટલા માટે વેણુ-વીણા-મૃદંગ આદિ વાજીંત્રો વડે, અને અત્યંત સુંદર અને લાવણ્યવતી વેશ્યા સ્ત્રીઓના ગાયન વડે, સંગીત કરાવવા લાગ્યો. વળી કપુર, કસ્તુરી મિશ્રિત ચંદનના રસ વડે પિતાના શરીર પર વિલેપન કરવા લાગ્યો અને એની નાસિકા આગળ ઉત્તમ ધૂપ બાળવા લાગ્યો; મધુર અને નાના પ્રકારના ભોજન જમાડવા લાગ્યો અને અત્યંત કોમળ
વધુ વીણા-મૃધ આ બસ ને પોતા કોઈને આંસુ
૨૪૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #264
--------------------------------------------------------------------------
________________
શય્યાને વિષે સુવરાવવા લાગ્યો, પણ એવા એવા મનોજ્ઞ શબ્દાદિ સુદ્ધાં અનેક પાપના ભારવાળાને પ્રતિકૂળ લાગ્યા; પિત્તના વ્યાધિવાળાને સાકર લાગે તેમ. એને ન જાગવું ગોઠતું કે ન ઉંઘવું ગોઠતું; ન બેસવું ગમતું કે ન ઉઠવું ગમતું નહોતું એને જમવાનું ગમતું કે નહોતું ભૂખ્યું ગમતું.
પોતાના પિતાની આવી આવી ચેષ્ટાઓ જોઈને પુત્ર સુલસને ભય લાગ્યો; અથવા તો શ્રેણિબંધ ઉત્પાત જોઈને કયો માણસ ક્ષોભ ન પામે ? સુલસે જઈને સર્વ હકીકત અભયકુમારને નિવેદન કરી; અથવા તો નન્દાના નન્દન (અભયકુમાર) વિના અન્ય કોણ ગૂંચ કાઢી શકે ? ઉત્પત્તિકી આદિ બુદ્ધિઓએ સંપન્ન એવા એ મંત્રીશ્વરે કહ્યુંઅનેક પ્રાણીઓનો વધ કરતાં તારા પિતાએ જે ઘોરપાપ ઉપાર્જન કર્યું છે તે, ભરેલા કુંભમાં જળ સમાતું નથી તેમ, સાતમી નારકીમાં પણ સમાયું નથી; અને આજ ભવમાં તારા પિતાની પાસે આવીને ઊભું રહ્યું છે. કારણ કે અત્યંત ઉગ્ર પુણ્ય કે પાપનું ફળ આજ ભવમાં ત્રણ વર્ષમાં, ત્રણ માસમાં, ત્રણ પક્ષમાં, અથવા ત્રણ દિવસમાં મળે છે. માટે એને હવે અતિ બિભત્સ વસ્તુઓનો અનુભવ કરવો; કારણ કે સન્નિપાતવાળાને કટુ ઔષધ જ અપાય છે.
એ પરથી એ સુલસે ઘેર જઈ અભયકુમારના વચન પર શ્રદ્ધા રાખી પિતાને અતિ તીક્ષ્ણકંટકની શય્યાને વિષે સુવાડ્યા; અત્યંત દુર્ગધ મારતા પરિષવડે એના અંગ પર વિલેપન કર્યું; નીરસ, કુત્સિત અને તીખું ભોજન આપ્યું; અત્યંત ખારું, ઉષ્ણ અને તીખું જળ પીવાને આપ્યું; ઊંટ ખર પ્રમુખના કર્કશ શબ્દો શ્રવણ કરાવ્યા; કાણા-વામનપંગુઅબ્ધ વગેરેનાં રૂપ દેખાડ્યાં. એ સર્વને કાલશૌકરિક કસાઈ, પાપના ઉદયને લીધે, સુખરૂપ અનુભવવા લાગ્યો. એણે કહ્યું- હે પુત્ર ! આ શચ્યા અતિસુંદર અને માખણથી પણ કોમળ છે; આ સુગન્ધી વિલેપન નાસિકાએ પાન કરવા લાયક છે. આ ભોજન છે તે અતિ સ્વાદિષ્ટ અને દેવતાઓના ભોજનથી પણ ઉત્કૃષ્ટ છે. વળી આ જળ તો કેવળ ઠંડુ અને જાણે માનસરોવર થકી આણેલું હોય એમ મનપસંદ છે, આ શબ્દો પણ શ્રવણ ગોચર થાય છે તે અમૃત સમાન મધુર અને જાણે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૪૯
Page #265
--------------------------------------------------------------------------
________________
દેવતાઓના ગાયકો ગાતા હોય નહીં એવા છે. આ રૂપ જે મારી દષ્ટિએ પડે છે તે પણ દેવતાઓના રૂપ જ હોય નહીં એવાં છે; એવાં પૂર્વે ન જોયેલાં રૂપનું મૂલ્ય પણ આંકી શકાય એમ નથી. મારા જન્મમાં તો મેં આવું સુખ કદાપિ અનુભવ્યું નથી; જ્યારે ભાગ્યમાં હોય છે ત્યારે જ દશા વળે છે. હે પુત્ર, તારા જેવા સુપુત્રે મને પ્રથમથી જ વિના કારણે શા માટે આવાં સુખથી દૂર રાખ્યો?
પિતાની આવી ચેષ્ટા તથા વચનો જોઈને તુલસને વૈરાગ્ય પ્રાપ્ત થયો હોય એમ વિચારવા લાગ્યો : અહા ! મારા પિતાને આ જ ભવને વિષે હિંસાના મહા પાપનું કેવું ફળ મળ્યું ? વળી ભવાન્તરને વિષે પણ કાળ, મહાકાળ આદિ દુર્ગતિને વિષે દુઃખ સહન કરતાં એનું શું થશે ? સુલસ આમ ચિત્તવન કરતો હતો અને અન્ય સ્વજનો આકંદ કરતા હતા એવામાં તો કાલશૌકરિક એક પણ શરણ લીધા વિના પંચત્વ પામ્યો; અને અપ્રતિષ્ઠાન નામની સાતમી નારકીને વિષે તેત્રીશ સાગરોપમને આયુષ્ય ઉત્પન્ન થયો. પછી સર્વ બાધવોએ મળીને સુલસને કહ્યું-હે સુબુદ્ધિ ! ક્રમે કરીને પ્રાપ્ત થયેલ તારા પિતાનું પદ તું હવે સ્વીકાર. તારી જ કૃપા વડે સ્વજનો અને સેવકો આજીવિકા ચલાવે છે; તો પ્રભુત્વ અને લોકોને સંતોષ-એ ઉભય જાણતો છતાં તું શામાટે નિરૂધમી રહે છે ? કાલશૌકરિકને સ્થાને તું હવે અમારો થા; કારણકે નીતિશાલિ પુરુષો સ્વામીના પુત્રને સ્વામીની સમાન રાખવાનું કહે છે.
સુલસે કહ્યું-તમે આ કહ્યું તે મને ગમતું નથી; કારણ કે હું આ પાપકર્મ કોઈ રીતે કરવાને ઉત્સુક નથી. જીવનો ઘાત કરીને પ્રભુત્વ અને બંધુઓનું પોષણ કરવું-એ ઉભયથી સર્યું (એ બંને માટે કામના નથી.) કારણ કે એ બંને દુર્ગતિના હેતુભૂત છે. એના બાધવોએ સુલસને કહ્યું-શું તારા પૂર્વજો મૂર્ખ હતા કે જેમણે સ્વજનોને અને ઈતર લોકોને આધારભૂત એવું આ કાર્ય અત્યારસુધી કર્યું છે ? પણ તું પંડિત ઠર્યો; અથવા તો તારું પાંડિત્ય જાણ્યું ! તુંજ અમને ગળે પકડીને તારી પોતાની સાથે અમારો પણ વધ કરવા તૈયાર થયો છે ! યથાસ્થિત કુલાચારને પાળે તેજ પુત્ર કહેવાય છે; કુળાચાર નહીં પાળનારા મનુષ્યો
૨૫૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #266
--------------------------------------------------------------------------
________________
અને તિર્યંચમાં કંઈ પણ અંતર નથી. (કુળાચાર નહીં પાળનારા તિર્યંચ જેવા સમજવા.)
એ લોકો આ પ્રમાણે કહેવા લાગ્યા એટલે સુલસે એમને કહ્યુંશું આપણા પૂર્વજો પંગુ, વ્યાધિગ્રસ્ત, અન્ધ કે દરિદ્રી હોય તો એમના વંશજોએ પણ શું એવા થવું ? ગાડરીઓ પ્રવાહ તો મૂર્ખાને જ શોભે. નરકની ગતિએ લઈ જાય એવો કુળાચાર શા કામનો ? સઘ પાચન ન થાય એવું ભોજન, ઉત્તમ હોય તોપણ શા કામનું ? વળી મારા પિતાનું આવું પાપકાર્યોથી ઉત્પન્ન થયેલું દુ:ખ તમે જોયું છે છતાં પણ તમે આમ મૂર્ખતાભર્યું કેમ બોલો છો ? અથવા તો બહુ શું કહેવું ! આવું અતિશય ઘોર અને અશુભ ફળ આપનારું કાર્ય હું કરવાનો જ નથી. મિથ્યા આગ્રહને વળગી રહીને પુનઃ પણ સુલસના બન્ધુઓએ એને કહ્યું-તું પાપકાર્યોથી ડરે છે માટે નિશ્ચયે તું બીકણ છો. સર્વ પાપ અમે ભેગા મળીને વહેંચી લઈશું. તારે તો આ બાબતમાં ગંગાસ્નાન જ છે. (તારે માથે કંઈ નથી.) જેવી રીતે શ્રીકૃષ્ણે રાહુનું શીષ છેવું તેવી રીતે તારે ફક્ત એક પાડાનો શિરચ્છેદ કરવાનો છે; પછીનું તો સર્વ અમો કરી લેશું.
આવું સાંભળીને તો એમને પ્રતિબોધ પમાડવાને મહાત્મા સુલસે સઘ પોતાના પગ પર એક કુહાડાવતી પ્રહાર કર્યો. (આવા ઉત્તમ પુરુષોમાં શું સત્ત્વ નથી હોતું ?) એટલે પ્રહારની વેદનાને લીધે તે પૃથ્વી પર પડી ગયો અને કરૂણસ્વરે રૂદન કરવા લાગ્યો-હે બન્ધુઓ ! મને આ પગમાં બહુ જ પીડા થાય છે; માટે ગોત્રજો વિભૂતિ-સુખમાં ભાગ પડાવે છે તેમ તમે એ મારી પીડા ભાગ પાડીને વહેંચી લો; કે જેથી હું ક્ષણમાત્રમાં સાજો થાઉં. એ સાંભળી પેલાઓએ કહ્યું-પારકી પીડા કોણ લેવાને સમર્થ છે ? ભરસમુદ્રમાં અગ્નિ લાગે તેને કોણ બુઝવી શકે ?
સુલસે કહ્યું–જ્યારે તમે એ મારું દુઃખ લેવાને શક્તિમાન નથી ત્યારે પ્રાણીના વધથી ઉત્પન્ન થનારું દુ:ખ તમે કઈ યુક્તિથી લઈ લેવા સમર્થ થશો ? નદીના જળમાં ડુબતો છતાં જે પ્રાણી બહાર નીકળી જઈ શકતો નથી તે સમુદ્રના જળના પુરમાંથી તો ક્યાંથી જ નીકળી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૫૧
Page #267
--------------------------------------------------------------------------
________________
શકશે ? જે કાર્ય જે પ્રાણી કરે છે તે કાર્યનું ફળ એ પ્રાણીને જ ભોગવવાનું છે : અગ્નિમાં પ્રવેશ કરે છે તેજ બળી જાય છે; તટસ્થ (બાજુએ ઊભેલા) હોય છે એમને કંઈ નથી. પ્રાણી એકલો જ આ સંસારમાં આવે છે અને જાય છે પણ એકલો જ. વળી સમુદ્રને વિષે માછલું એકલું ફર્યા કરે છે તેમ એ આ સંસારમાં એકલો જ પરિભ્રમણ કર્યા કરે છે. એ પ્રાણીને દુર્ગતિમાં પડતાં માતા, પિતા, ભ્રાતા, મિત્ર કે સ્વામી કોઈ પણ ધારી રાખી શકતું નથી. ફક્ત એક ધર્મ જ પ્રાણીને (દુર્ગતિમાંથી) ધારણ (રક્ષણ) કરી શકે છે; સમુદ્રમાં પડેલાને મહાન્ પ્રવહણ (વહાણ) રક્ષણ કરે છે તેમ. માટે એવો કસાઈનો વ્યાપાર ત્યજી દઈને ધર્મને વિષે પ્રયત્ન કરો; વિષનો પરિત્યાગ કરીને અમૃતને ગ્રહણ કરો.
:
આવાં આવાં મનોહર વાક્યો સંભળાવીને સુલસે પોતાનાં બન્ધુઓને પ્રતિબોધ પમાડ્યા કારણ કે અભયકુમાર જેવાથી જેને બોધ થયો તેનામાં અન્યને પ્રતિબોધ પમાડવાનું સામર્થ્ય આવે એમાં કાંઈ આશ્ચર્ય નથી.
પછી સર્વ પાપાચરણને ત્યજી દઈને, ધર્મને જ સારભૂત માન્યો છે જેણે એવા અભયકુમારને પોતાના ગુરુ માની, મેરૂપર્વત સમાન અચળ સમક્તિવાળો સુલસ નિત્ય હર્ષથી વિધિ પ્રમાણે શ્રાદ્ધધર્મ પાળવા લાગ્યો.
૨૫૨
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો પાંચમો સર્ગ સમાપ્ત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #268
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-ટિપ્પણી
(પુસ્તકમાં અસ્ફુટ રહી ગયેલા શબ્દો-વાક્યો આદિની સમજૂતિ.)
સર્ગ પહેલો
પૃષ્ઠ. લીટી
૭-૨. કુશાગ્રપુર ઉત્તર હિન્દુસ્તાનમાં, અત્યારે બુંદેલખંડ કહેવાય છે એ દેશમાં પૂર્વે કુશાવતી, કુશસ્થળ-એ નામનાં નગરો હતાં એમ કોઈ સ્થળે લેખ છે. એમાંથી તો આ કુશાગ્રપુર ન હોય ?
૮-૫. યુગલીઆ ત્રીજા આરામાં (શ્રી ઋષભદેવના વખતમાં) સ્ત્રીને પેટે પુત્રપુત્રીનું યુગલ અવતરતું. તે પરથી તે કાળના મનુષ્યો યુગલિક-યુગલીઆ કહેવાતા.
૮-૧૦. હરિના ઉદરમાં...ઈત્યાદિ. હરિ-વિષ્ણુ-એ પોતાના ઉદરમાં સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક એમ ત્રણે લોક એટલે ભુવનો દેખાડ્યાં હતાં. સરખાવો, “માર્કંડઋષિ” વિશ્વસ્થિતિનું અવલોકન કરવાને હરિની કુક્ષિને વિષે પેઠા હતા.” (પૃષ્ટ ૪૩ પં.૨૧)
૯-૮. શ્રી પાર્શ્વનાથનું શાસન. કેમકે એ વખતે એમનું શાસન વર્તતું કહેવાય. શ્રી મહાવીરના નિર્વાણ બાદ મહાવીરનું શાસન ધર્મરાજ્ય પ્રવર્તતું કહેવાય. જુઓ પૃષ્ટ ૩૨-૨.
૯-૯. સમ્યક્ત્વ. તીર્થંકરે પ્રરૂપેલાં તત્ત્વો પર સ્વાભાવિક રીતે અથવા ગુરૂના ઉપદેશથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધા. અણુવ્રત માટે જુઓ પૃષ્ટ ૧૨૮૧૨.
૧૧-૧૨. બળિ. દેવ આદિને ધરવામાં, આપવામાં આવતા ભોજ્ય
પદાર્થ.
૧૧-૧૨. શરાવ. માટીના પાત્ર.
૧૨-૩. સરખાવો :
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૫૩
Page #269
--------------------------------------------------------------------------
________________
निवातपद्मस्तिमितेन चक्षुषा नृपस्य कान्तं पिबतः सुताननम् । महोदधेः पूर इवेन्दुदर्शनात् गुरुः प्रहर्षः प्रबभूव नात्मनि ॥ રઘુવંશ સર્ગ ૩. શ્લોક ૧૭. ૧૨-૫. ચંદ્રમાના ઉદયથી સાગર...ઈત્યાદિ. આવો વિચાર પૂર્વના કવિઓએ બહુવાર દર્શાવ્યો છે તે પરથી એમ ચોક્કસ થાય છે કે પૂર્વે પણ ‘ચંદ્રમાના ઉદય પર ભરતીનો આધાર છે' એ વાત પ્રસિદ્ધ અને લોકમાન્ય હતી.
૧૨-૯. કર્મબન્ધ આદિ. અમુક કાર્ય કરવાથી, કર્મનો બંધ થશે-કર્મ બંધાશે. ઈત્યાદિ.
૧૨-૧૯. આદીશ્વરના ચરણને યુગળીઆ પ્રક્ષાલન કરે. શ્રી વીરવિજય આચાર્ય પણ નવ અંગપૂજાના દુહામાં લાવ્યા છે કેઃજળ ભરી સંપુટપત્રમાં, યુગલિક નર પૂત્યંત; ઋષભચરણ અંગુઠડો, દાયક ભવજળ અંત.
૧૩-૧. કૌસ્તુભ મણિ. સમુદ્રમંથનથી ચૌદ રત્નો નીકળ્યા કહેવાય છે એ ચૌદમાં આ કૌસ્તુભમણિ પણ એક છે. એને વિષ્ણુએ પોતાના હૃદયપર ધારણ કર્યું હતું. જુઓ રઘુવંશ સર્ગ. ૬. શ્લોક ૪૯. सकौस्तुभे पयतीव कृष्णम् ।
૧૩-૫. પટહ વજડાવવો. ઢોલ પીટાવવો.
અમારિ ઘોષણા. જીવની બીલકુલ હિંસા ન કરવી એવી ઉદ્ઘોષણા, એવો સાદ પડાવવો.
૧૪-૧૨. પિતાની પત્ની. અર્થાત્ પોતાની માતા. ૧૪-૧૫. વિદૂર પર્વતની ભૂમિ...ઈત્યાદિ. આવો જ વિચાર કવિકુલભૂષણ કાલીદાસે પણ જણાવ્યો છે. વિભૂમિનુંવમેયશબા-યુનિન્નયા રત્નશનાવેવ | કુમારસંભવ, ૧-૨૪.
૧૪-૨૩. ભંભાસાર. બૌદ્ધલોકોના ઈતિહાસમાં અશોકરાજાના પુત્રનું, આને મળતું આવતું ‘બિમ્બિસાર’ એવું નામ છે. લગભગ એકજ સમયે અને દેશમાં થઈ ગયેલા એવા ઐતિહાસિક પુરૂષો, નામના સાદૃશ્યથી, જૂદી જૂદી વ્યક્તિ નહિ પણ એક જ વ્યક્તિ હોય એવું અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૫૪
Page #270
--------------------------------------------------------------------------
________________
અનુમાન નીકળી શકે ખરું?
૧૬-૧૪. વિષ કન્યા. જેની સાથે સંયોગ કર્યાથી વિષ વ્યાપીને મૃત્યુ ઉત્પન્ન થાય એવી કન્યા.
૧૬-૨૪. નગરના અધિષ્ઠાયક દેવ. નગરનું પાલન-રક્ષણ કરનાર દેવ.
૧૭-૧૦. વિકરણ...સહાય કરે છે. આ એક સંસ્કૃત વ્યાકરણનો નિયમ છે; જેમકે રક્ષ એ પ્રકૃતિ છે, તિ પ્રત્યય છે, અને વચ્ચે સહાય કરનાર એ આવે ત્યારે વાચ્ય અર્થ નીકળે. (રક્ષ++તિ ક્ષતિ થયું એ વાચ્ય અર્થ નીકળ્યો).
૧૭–૧૨. પારિજાત એ નામનું, સ્વર્ગમાં એક વૃક્ષ છે. એને, ત્યાંથી શ્રી કૃષ્ણ લાવીને પોતાની એક પત્ની ઋકિમણીને આપ્યું હતું.
૧૯–૧૭. સર્વકામગુણવાળું (ભોજન). સંપૂર્ણ સંતોષ. કારક; તૃપ્તિ થાય એવું.
૨૨-૨. શૂન્યભાવને ધારણ કરતો. ક્ષય પામતો, ક્ષીણ થતો. ૨૨-૨૦. ગૌરી. હેમાચળની પુત્રી પાર્વતી.
૨૩-૧૨. મસ્તકપર ફોલ્લો...ઈત્યાદિ. અત્યારે ડૉક્ટર લોકો આંખની ગરમી ઓછી કરી શીતતા લાવવા માટે લમણા પર “બ્લિસ્ટર' ઉપસાવે છે. ફોલ્લો એ આ “બલિસ્ટર'.
૨૪-૩. ગજરાજને...જોયો. ઉત્તમ પુરૂષનો જન્મ થવાનો હોય છે ત્યારે પૂર્વેથી સ્વપ્નના રૂપમાં કંઈ આભાસ જેવું જણાય છે. તીર્થકર, ચક્રવર્તી આદિ મહાપુરૂષોની માતાઓ એવાં સ્વપ્ન જુએ છે એ સુપ્રસિદ્ધ છે. બુદ્ધદેવની માતા તે રાજા શુદ્ધોદનની પત્નીએ પણ એવું સ્વપ્ન જોયાની હકીકત છે તે આ પ્રમાણેઃ
"That night the wife of king Suddhodana, "Maya, the Queen, asleep beside her Lord, “Dreamed a strange dream; dreamed that
a star from heaven"Splendid, six-rayed, in colour rosy pearl, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૫૫
Page #271
--------------------------------------------------------------------------
________________
"Shot through the void and shining into her, “Entered her womb upon the right.”
The Light of Asia.
૨૪-૧૦. શ્રુતસામ્રાજ્યનો લાભ. સકળ શાસ્ત્રજ્ઞાન (રૂપીરાજ્ય)ની
પ્રાપ્તિ.
પુત્ર.
૨૪-૧૧. અદ્વૈત. અદ્વિતીય.
૨૪-૧૪. પ્રદ્યુમ્ન. ઋકિમણીની કુક્ષિએ ઉત્પન્ન થયેલ કૃષ્ણનો
૨૬-૨૨. બન્ને લોક. આ લોક અને પરલોક. બન્ને કુળ. પિતાનું કુળ અને શ્વશૂરનું કુળ.
૨૭-૭. સંસારી જીવ...પ્રયાણ કરતો. કારણ કે જ્યાંસુધી ‘મુક્ત' થઈ ઠરી ઠામ ન બેસે ત્યાંસુધી એને ‘ચોર્યાશીના ફેરા'માં ફર્યા જ કરવાનું છે. અખંડ=બીલકુલ વિસામો લીધા વિના,
૨૭-૯. લાજ. જવ વગેરેની ધાણી અથવા પલાળેલા ચોખા. એ વડે વધાવવાનો પૂર્વે ચાલ હતો જૂઓ રઘુવંશ સર્ગ ૨-૧૦, (i) ઞવાન્િ बाललताः प्रसुनैराचारलाजैरिव पौरकन्याः ॥
૨૭–૨૪. અપ્રમત્ત ગુણસ્થાન. જૈનશાસ્ત્રમાં ગુણના ઉત્તરોત્તર ચૌદ સ્થાન કે (મોક્ષ મહેલે ચઢવાના) પગથીઆં કલ્યાં છે, તેમાં અપ્રમત્ત સાતમું છે. અપ્રમત્ત=પ્રમાદદોષરહિત, નિર્મળ.
૨૮-૨૧. ગુરૂજનનો પ્રબળ પક્ષપાત. આપ સમાન વડીલનો અત્યંત પ્રેમ.
૨૯-૧૯. ગજદંત. (પર્વતો) મેરૂ પર્વતની ચાર દિશાએ માલ્યવાન, વિધુત્ત્રભ, સૌમનસ અને ગંધમાદન એમ ચાર પર્વતો આવેલા છે તે ગજદંત પર્વતો કહેવાય છે. કેમકે એઓ ગજ-હસ્તીના દાંતના આકારના
છે.
૩૨-૧. પાપની નિંદા...ઈત્યાદિ. મૃત્યુસમયની આ કરણી 'સંલેખના' કહેવાય છે.
૩૪-૨. રિક્ત હસ્તે. ખાલી હાથે (પુષ્પ, ફળ, દ્રવ્ય આદિની કંઈપણ ભેટ લાવ્યા વિના).
૨૫૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #272
--------------------------------------------------------------------------
________________
જુઓ : રિહર્તો ન હૈ યેદ્રાણાને સેવતાં ગુરુમ્
दैवज्ञं च विशेषेण फलेन फलमादिशेत् ॥ ૩૩-૧૨. દોહદ. ગર્ભ ધારણ કર્યા પછી સ્ત્રીને થતી વિવિધ ઈચ્છા.
૩૫-૨૧. કેન્દ્રસ્થાન. ગ્રહોનાં બાર સ્થાન કહ્યાં છે તેમાં પહેલું, ચોથે, સાતમું ને દશમું આટલા “કેન્દ્રસ્થાન' છે. મુખસ્થાનને વિષે= લગ્નને વિષે-સ્થિર લગ્ન. ગુરૂ બૃહસ્પતિ
૩૮-૧૦. કુન્દ પુષ્પ. આ પુષ્પ ઉજ્જવળતા માટે પ્રસિદ્ધ છે; જેવી રીતે ગાયનું દૂધ, દાડમ, ચંદ્રમાના કિરણો વગેરે “નિર્મળતા' ને માટે પ્રસિદ્ધ છે. (જુઓ. ૨૦–૩)
૩૮-૧૯. ઉત્પત્તિકી બુદ્ધિ. કોઈના પ્રશ્ન કે શંકાનો એકદમ તુરત ખુલાસો સુઝી આવવો તે Presence of Mind. ઉત્પત્તિકી, કાર્મણિકી, વૈનયિકી અને પારિણામિકી–એમ ચાર પ્રકારની બુદ્ધિ કહેવાય છે.
૩૮-૫. સમિતિ. જુઓ પૃષ્ટ ૭ ની ફુટનોટ ૩. ૩૮-૨૫. પાદ. (૧) કિરણ (૨) ચરણ.
૩૯-૨. પ્રજ્ઞાવિશાળા...વગેરે. આ ત્રણે ઉપમિતભવપ્રપંચકથાના પાત્રો છે. જેવી રીતે પ્રજ્ઞા (સમજણ) પુરૂષને આગમ પાસે લઈ જાય, (આગમ એટલે શાસ્ત્રનો પરિચય કરાવે).
૪૦-૨. શિવનો પિતા..કારણ કે શિવ કોનો પુત્ર છે તે કોઈ જાણતું નથી.
૪૦-૫. માતૃપૂત્રક, આ એક મહેણું છે. ફલાણી બાઈનો આ દીકરો છે એમ કહેવાતું નથી. બાપનું જ નામ લેવાય. એ ફલાણા ફલાણા ગૃહસ્થનો પુત્ર છે એમ કહેવું ઉચિત છે.
૪૨-૧૬. પુત્રીને શિખામણ દીધી. આની સાથે સરખાવો શકુન્તલાને સાસરે મોકલતાં કણ્વઋષિએ શિખામણ આપી હતી એ –
शुश्रूषस्व गुरून्कुरु प्रियसखीवृत्तिं सप्रनीजने भर्तृर्विप्रकृतापि रोषणतया मा स्म प्रतीपं गमः।
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૫૭
Page #273
--------------------------------------------------------------------------
________________
भूयिष्टं भव दक्षिणा परिजने भाग्येष्वनुत्सेकिनी गान्त्येवं गृहिणीपदं युवतयो वामाः कुलस्याधयः ॥
શકુન્તલા નાટક અંક ૪-૧૭. ૪૩–૯. ગુણ. (૧) સગુણ, (૨) દોરી.
૪૩–૧૭. શિવવાસ. મોક્ષ મુનિ. કવિજનો મોક્ષને મુક્તિનગરી, મુક્તિવધુ, શિવવધુ-એવાં એવાં અલંકારિક નામો આપે છે.
૪૩-૨૧. માર્કંડઋષિ. એ એક મોટા ઋષિ થઈ ગયા. એમણે એક પુરાણ રચ્યું છે જે એમના નામથી “માર્કડેય પુરાણ” કહેવાય છે.
૪૩-૨૬. શું અહિં ગોળ વહેંચાય છે ? પૂછનાર બાળક એટલે એને ગોળ કે એવી મિષ્ટ વસ્તુ વહાલી હોય એટલે એ જ યાદ આવે.
૪૪-૨૩. કળા. (૧) સામર્થ્ય, હિકમત; (૨) ચંદ્રમાની કળા digit “કળા' નો એક ત્રીજો અર્થ પણ થાય છે તે માટે જુઓ પૃષ્ટ ૫ ની નોટ ૮.
૪૫–૨૯. રાજાએ અભયને પુત્રની જેમ...ઈત્યાદિ. દુષ્યન્ત રાજાને પણ પોતાના પુત્ર અરિદમનને ઓળખ્યા સિવાય પણ જોતાંવેત थाय छ । किं नु खलु बालऽ स्मिन्नौरसे इव पुत्रे स्निह्यति मे मनः ॥ શકુન્તલા નાટક અંક ૭ મો.
૪૬-૧૭. ભદ્રહસ્તિ. અમુક જાતિના હસ્તિઓ “ભદ્રહસ્તિ' કહેવાય છે. એ હતિ જે રાજ્યમાં હોય એ રાજ્ય સદા કુશળ રહેતું કહેવાય
૪૬-૨૦. કમલિની પશ્રને જન્મ આપે. કમલિની-તળાવડી કમળને ઉત્પન્ન કરે તેમ.
૨૫૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #274
--------------------------------------------------------------------------
________________
સર્ગ બીજી | ૪૮-૨૨. ચાર વિધાઓ. (૧) આન્વીક્ષિકી, (૨) ત્રયી, (૩) વાર્તા અને (૪) દંડનીતિ; જો કે સાધારણતઃ તો વિદ્યાઓ ચૌદ ગણાય છે. પણ આપણે આપણાં (૧) દ્રવ્યાનુયોગ, (૨) ચરણકરણાનુયોગ, (૩) ગણિતાનુયોગ અને (૪) કથાનુયોગ છે એ જ ચાર વિદ્યા લઈએ.
૪૮-૮. ગુલ્ફ. ઘુંટી.
૪૮-૧૪. કેશના ગુચ્છને ધારણ કરનારું ઉર:સ્થળ, વિષ્ણુને ઉર:સ્થળ પર એટલે છાતીએ વાળનો ગુચ્છ હતો, જે “શ્રીવત્સ” કહેવાય છે. આ અભયને પણ એવો જ ગુચ્છ છે એમ કહીને કવિ એને પૂર્ણ ભાગ્યશાળી લેખે છે.
૪૮–૧૭. જાનુપર્યન્ત દીર્ઘ બાહુ. જાનુ એટલે ગોઠણ સુધી પહોંચતા હાથ હોવા એ મહાપુરૂષનું એક લક્ષણ છે.
૪૮-૨૩. બિમ્બફળ સદશ ઓષ્ટ. બિમ્બફળ=એક જાતના વૃક્ષનું ફળ. એ જ્યારે પરિપકવ હોય છે ત્યારે એનો વર્ણ લાલ થાય છે. સાધારણતઃ સ્ત્રીઓના ઓષ્ટને એની ઉપમા અપાય છે.
૪૯-૬. કીર્તિની યષ્ટિ. કીર્તિરૂપી છડી Mace.
૪૯–૧૪. વિમર્શ. વિચાર. પ્રકર્ષ. બુદ્ધિનો ઉત્કર્ષ. બુધ્ધિ એટલે સરસ્વતી તો કુમારિકા હોવાથી એને સંતતિ હોય નહિં, અને આ બંને એનાં નિકટનાં-સંતતિ જેવાં જ; માટે એમને એના ભ્રાતૃસુત-ભત્રીજા કલવ્યા હશે.
૪૯-૨૩. જળભર્યા ભાદ્રપદના મેઘના જેવો ગંભીર સ્વર. સરખાવો-અમદે નર્નામૃતમે સ્તનતમીરમાંલત્નઃ યુકતોન્વેષ ભારતનિષા (ઉત્તરરામ ચરિત્ર અંક).
૪૯-૨૧. મંત્રશક્તિ. રાજાની ત્રણ પ્રકારની શક્તિ કહેવાય છે? (૧) પ્રભુત્વ શક્તિ (પોતાના પ્રભુત્વ-સર્વ શ્રેષ્ઠ પદવીરૂપી શક્તિ). (૨) મંત્રશક્તિ, મંત્રણાશક્તિ (સાચી સલાહરૂપ, સુવિચારપૂર્વક કાર્ય કરવારૂપ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૫૯
Page #275
--------------------------------------------------------------------------
________________
શક્તિ; (૩) ઉત્સાહ શક્તિ.
૪૯-૨૬. સામુદ્રિક શાસ્ત્ર. શરીરપરના વિશિષ્ટ લક્ષણો-ચિન્હોનો અર્થ-પ્રભાવ સમજાવનારૂં શાસ્ત્ર.
૫૦-૧૬. સરખાવો:बालादपि गृहीतव्यं युक्तमुक्तम् मनीषिभिः ।
વિષયે વિં ન પ્રદીપચ પ્રક્ષાનમ્ સુભાષિત.
૫૦-૧૮. ઢીલાં પડી ગયેલાં કંકણો. પતિવિરહને લીધે કંકણો નહિં, પણ હસ્ત વગેરે અવયવો ઢીલાં, કૃશ, પાતળા થઈ ગયા હતા. એટલે ઢીલા હસ્તપર રહેલાં કંકણો મોટાં પડેલાં.
૫૧-૩. સ્ત્રીઓની વિવિધ ચેષ્ટા. કવિજનો આવી અસંભવિતા હાસ્યજનક ચેષ્ટાઓ વર્ણવીને “નિરંશ : વય:' એ બિરૂદની યોગ્યતા સિદ્ધ કરતા હશે?
૨૧-૨૧. ગૌર્ય ગોરાપણું, ગોરું રૂપ. કાર્ય મુખ્ય.
પ૨-૧૯. પોતાની બહેન વિધાધર વેરે પરણાવી. પૂર્વે પૃથ્વીપતિ રાજાઓ અને આકાશગામી વિધાધરો વચ્ચે કન્યા લેવા દેવાનો રિવાજ રાસગ્રંથો આદિ સ્થળોએ વર્ણવેલો પ્રસિદ્ધ છે.
પ૬-૧૨. કળશની હારનો આશ્રય લઈને વાંસ રહ્યા. અહિં વાંસનો આશ્રય લઈને કળશ રહ્યા' એમ વાંચવું.
પ૬-૧૪. આશ્રય લે. અહિં “ન આશ્રય લે’ એમ જોઈએ.
પ૬-૧૭. અહિં લગ્ન સમયે સ્ત્રીઓના સંભાષણ વર્ણવ્યાં છે એવા જ પ્રકારના આલાપસંલાપ શ્રી ઋષભદેવના લગ્ન સમયે આનંદની રેલમછેલ કરતી રમણીઓના મુખમાં શ્રી હેમચંદ્રાચાર્યે મૂકયા છે. જુઓ શ્રી આદિનાથ ચરિત્ર શ્રી જૈ.ધ. સભાએ પ્રસિદ્ધ કરેલ. આવૃત્તિ પહેલી પૃષ્ટ ૧૦૧.
૫૯–૧૪. અભયકુમારની લગ્ન વિધિ. આ વ્યવહાર (સરાવસંપૂટનું ચૂરણ, યુગ-તરાક આદિથી પોંખણું વગેરે) શ્રી ઋષભદેવના લગ્ન વખતે સ્વર્ગપતિ ઈન્દ્ર પાસે રહીને બતાવેલો અદ્યાપિ પર્યત ચાલતો આવ્યો છે. ૨૬૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #276
--------------------------------------------------------------------------
________________
૬૧-૨૬. અષ્ટમીના ચંદ્રના ભ્રમથી. લલાટ પર તિલક કરેલું છે કવિ કહે છે કે તિલક નથી પણ આશ્ર્વનક્ષત્ર છે જે (અષ્ટમીના ચંદ્ર અને લલાટ વચ્ચે સાદેશ્ય હોવાથી) લલાટને ભૂલથી ચંદ્રમાં અર્થાત પોતાનો પતિ સમજીને એની પાસે આવ્યું છે. (“આર્કા નક્ષત્ર' એ એક જ તારાનું છે એટલે જ “તિલક'નું ઉપમાન થઈ શકયું છે,-એ ધ્યાનમાં રાખવું).
૬૦-૨૧. અનિમેષ નેત્રે...ઈત્યાદિ. એમ કહીને જાણે બોલ્યા વિના હૃદયના સંદેશા મોકલવા લાગ્યા ! આને અંગ્રેજીમાં
Speechless messages' કહે છે. જુઓ, "I did receive fair speechless messages”
(Merchant of Venice.) "She speaks, yet she says nothing; what of that? "Her eye discourses, I will answer it"
(Romeo and Juliet). ૬૧-૩. સંસારીજીવ અને ભવિતવ્યતા. આ બંને “ઉપમિતભવપ્રપંચાકથા'માં એના કર્તાએ પ્રપંચેલા પાત્રો છે. નરયોનિ. મનુષ્યભવ.
૬૧–૯. છાયાયુક્ત સૂર્ય. છાયા અને સંજ્ઞા-એમ બે સૂર્યની સ્ત્રીઓ છે. (“છાયા' થી “શનિ' નો જન્મ થયો છે.)
૬૧–૧૫. અમાસનો ચંદ્રમા...ઈત્યાદિ. અમાસનો ચંદ્રમા સૂર્યના કિરણને અટકાવી રાખે છે–ગ્રહણ કરતો જ નથી. (અમાસને દિવસે એને લીધે જ એ વરતાતો નથી. ચંદ્રમાને સૂર્યનું તેજ મળે તો જ પ્રકાશિત દેખાય. કારણ કે એને પોતાનું તેજ નથી. ત્યારે અત્યારે અંગ્રેજ લોકોએ શોધેલી કહેવાતી “The moon has no light (lustre) of its own' આ વાત પૂર્વે પણ લોકોની જાણ બહાર નહોતી એમ આ પરથી સિદ્ધ થાય
છે.
૬૧-૨૧. કીર્તિયુક્ત શાશ્વત ધર્મ. હસ્તમેળાપ છુટે એ વખતે પુષ્કળ દાન દેવું એવો રાજાનો નિરંતરનો ધર્મ છે અને એમાંજ એમની કીર્તિ છે.
૬૨-૧૫. અહિં કવિએ શત્રુને જીતવા માટેના ચાર ઉપાયો કહેવાય છે તે બતાવ્યા છે; (૧) સામ, એટલે સંધિ અથવા સમાધાની; (૨) અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૬૧
Page #277
--------------------------------------------------------------------------
________________
દામ, એટલે શત્રુના માણસોને રૂશ્વત આદિ આપવી; (૩) ભેદ, એટલે શત્રુના પક્ષના હોય એમનામાં ફાટતુટ કરાવવી; (૪) દંડ, એટલે ખુલ્લી રીતે યુદ્ધમાં ઉતરી પડવું.
૬૨-૨૬. ધર્મપુત્ર યુધિષ્ઠર. સત્ય જ ઉચરવું, ન્યાયને પંથે જ અનુસરવું આદિ શ્રેષ્ઠ મનુષ્યધર્મનું અનુપાલન કરતો હોવાથી યુધિષ્ઠિર ધર્મ, ધર્મપુત્ર આદિ નામથી ઓળખાય છે.
૬૩-૧. પદ્મમિત્ર. બાંધવજનોરૂપ “પદ્મોને વિકસાવવામાં “મિત્ર' એટલે સૂર્ય જેવો.
૬૩-૭. હું પુત્રને ખોળામાં બેસાડીશ...ઈત્યાદિ. પુત્ર સંબંધી આવા મનોરથવાળું, કવિએ આલેખેલું ચિત્ર જોઈને ખરેખર કોઈ પણ સહદયનું ચિત્ત વેધાયા વિના નહિં રહે !
૬૩–૧૦. ત્રિશંકુની પેઠે...ઈત્યાદિ. એવી વાર્તા છે કે અયોધ્યાના રાજા ત્રિશંકુને જ્યારે વિશ્વામિત્ર ઋષિએ વસિષ્ઠ ઋષિની મરજી વિરુદ્ધ, પોતાની શક્તિથી, સ્વર્ગમાં મોકલવા માંડ્યો ત્યારે ઈંદ્રાદિક દેવોએ એને સ્વર્ગમાં પેસવા ન દેતાં પાછો ફેંકયો. નીચેથી ઋષિનો પ્રયાસ ઉપર મોકલવાનો, ને દેવોનો નિશ્ચય કે એને ન આવવા દેવો એમ વિરોધ થવાથી એ અંતરીક્ષમાં લટકી રહ્યો. આ ઉપરથી હાલ કહેવત ચાલે છે કે ત્રિશંકુરિવ સન્તરાને તિષ્ટ.
૬૪-૧૦. જળને નિર્મળ કરનાર...ઈત્યાદિ. અહિં “મલિનતાનો ખરો ઉપાય જળ છે' એમ જોઈએ.
૬૬-૧૨. અપુણ્યરાશિવાળી. જેની પાસે ગયા ભવનો પુણ્યરાશિપુણ્યસંચય કંઈ નથી એવી. કુષ્માંડવલ્લી તુંબડી, કુષ્માંડફળeતુંબડું.
૬૬-૪. એનું નામ સૌથી પ્રથમ લેવાય છે. જુઓ “ભરફેસર' ની સજઝાય -સુન્નસા વન્દ્રનવાના મારમાં મારેહા તમયન્તી ઈત્યાદિ, (આઠમી ગાથા). એમાં સતી સ્ત્રીઓ ગણાવી છે એમાં પહેલી એને ગણાવી.
૬૬-૧૫. ઈન્ડે ભરત પાસે...ઈત્યાદિ. ઈન્દ્રનું મનહર રૂપ જોઈને એકદા ભરત ચક્રવર્તીએ એને પુછેલું કે તમે સ્વર્ગમાં ક્ય રૂપે રહો છો ? આ પ્રત્યક્ષ છે એ રૂપે કે અન્ય રૂપે ? (કારણ કે દેવો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૬૨
Page #278
--------------------------------------------------------------------------
________________
કામરૂપી હોય છે.) એ પ્રશ્નનો ઈંદ્રમહારાજે ઉત્તર આપ્યો હતો કે “અમારું સ્વર્ગમાં જે રૂપ હોય છે તે માનવજાતથી જોઈ શકાય જ નહિં, એટલું અમારૂં તેજ તીવ્ર હોય છે.” એ પછી ચક્રવર્તીની પ્રાર્થના પરથી એણે એને સ્વર્ગના તેજમાં ઝળહળી રહેલી કરીને પોતાની એક આંગળી બતાવી હતી.
૬૬-૧૯. સૌધર્મકભ. સૌધર્મ દેવલોક.
૬૬-૨૦. સનતકુમાર. એ એક ચક્રવર્તી રાજા થઈ ગયો. એને આખે શરીરે કોઈ આકરો કુષ્ટનો વ્યાધિ થયો હતો. પણ એ પોતાનાં આગલા ભવનાં અશુભ કર્મ ઉદયે આવ્યાં છે અને એ ભોગવ્યા વિના છુટકો નથી એમ સત્યપણે સમજી એ વ્યાધિનો પ્રતીકાર કરવા કોઈ વૈદ્યનું ઔષધ કરતો નહિં. એ વખતે એના મનની દઢતાની પરીક્ષા કરવા કોઈ દેવતા સ્વર્ગમાંથી વૈદ્યનું રૂપ લઈને એની પાસે આવ્યા હતા. વ્યાધિ જોઈ ઔષધ આપવા માંડ્યું પરન્તુ ચક્રવર્તીએ દલીલ પૂર્વક ના કહી ઔષધ લીધું નહિં; ને પોતે ધારે તો પોતાના જ મુખના થુંકથી પોતાની કાયા નિર્મળ કંચન જેવી કરી દેવાની પોતાની શક્તિ જાહેર કરી; અને થોડુંક કરી બતાવ્યું પણ ખરું..
૬૬-૧૭. દુરભવ્ય (જન). જેનો ઘણે કાળે મોક્ષ થવાનો હોય એવો.
અભવ્ય : જેનો મોક્ષ થવાનો જ નથી એવો. ભવ્ય : સામગ્રીને સદ્ભાવે જેનો તુરત મોક્ષ થવાનો છે એવો.
૬૭-૮. દેવીની પેઠે પુત્રની ખામી છે. દેવદેવીને પુત્ર પુત્ર્યાદિ સંતતિ હોતી નથી, તેમ મારે પણ નથી.
૬૭–૧૨. નિકાચિત કર્મ. નિશ્ચળકર્મ; અવશ્ય ભોગવવું પડે તે. નિકાચિત ન હોય તે તપશ્ચર્યાદિવડે ભોગવાઈ જવાય છે.
૬૮-૨૦. વિદેહભૂમિ. મહાવિદેહક્ષેત્ર. જમ્બુદ્વીપના ભરતક્ષેત્ર વગેરે સાત ક્ષેત્રો છે (જુઓ પૃષ્ઠ ૪ ની નોટ ૨) તેમાં એ ચોથું ને સૌથી મોટું છે. એ નીલવંત તથા નિષધ પર્વતોની વચ્ચે આવેલું છે. એના ચાર ભાગ છે:-પૂર્વ વિદેહ, પશ્ચિમ વિદેહ, ઉત્તર કુરૂ ને દેવ કુરૂ. એ મેરૂ પર્વતની ચારે દિશાએ આવી રહેલા છે. એમાંના પ્રત્યેકને અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૬૩
Page #279
--------------------------------------------------------------------------
________________
આઠ આઠ વિજયો છે. એક આઠમાં એક “પુષ્કળાવતી' નામનો વિજય છે એમાં અત્યારે (વર્તમાન) શ્રીસીમંધરજિન વિચરે છે. બીજા આઠમાં એક “વત્સ’ નામનો વિજય છે એમાં વર્તમાનકાળે શ્રી બાહજિન વિચરે છે. ત્રીજા આઠમાં એક “નલિનાવતી' નામનો વિજય છે તેમાં શ્રી સુબાહુજિન અત્યારે વિચરે છે. ચોથા આઠમાં એક “વપ્ર' નામે છે એમાં હાલ શ્રી યુગંધરજિન વિચરે છે.
૬૯-૧. સંતતિ હોય એને ધન્યવાદ આપનારો મહા કવિ કાલીદાસનો નીચેનો સુંદર આકર્ષક શ્લોક ખાસ મનન કરવા લાયક છે -
आलक्ष्यन्तमुकुलाननिमित्तहासैरव्यत्त्कवर्णरमणीयवचःप्रवृत्तीन् । अंकाश्रयप्रणयिनस्तनयान्वहन्तो
धन्यास्तदंगरजसा मलिनीभवन्ति ॥ શંકુન્તલા નાટક, અંક ૩ ૧૭.
૬૯-૧૫. ભિન્ન ભિન્ન પ્રકારના રસ...ઈત્યાદિ. બજારપક્ષે રસ ઘી, તેલ, દૂધ આદિ રસ પ્રવાહી પદાર્થોનું સૂત્ર સૂતર; અર્થ દ્રવ્ય. અન્ત:કરણપક્ષે રસ લાગણી, ભાવ Sentiments; સૂત્ર=નિયમો, શાસ્ત્રના વાક્યો precepts; અર્થ શબ્દ કે વાક્યનો અર્થ meaning.
૬૯-૧૬. અનેક જાતિઓ. નગરપક્ષે બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ ચાર જાતિ-વર્ણ. તર્કશાસ્ત્રપક્ષે અમુક વર્ગના પદાર્થોનો વિશિષ્ટગુણ, જેથી એ વર્ગ બીજા વર્ગથી ભિન્ન ઓળખી શકાય જેમકે ગોત્ર, અશ્વત્વ આદિથી નો, મ આદિ ઓળખાય.
૭૦-૧. ખડગલતા ખારા ને ઉષ્ણજણથી સિંચાતી છતાં.... ઈત્યાદિ. લતા એટલે કોઈપણ વેલા ઉપર ખારું કે ઉષ્ણ જળ સિંચાયા છતાં ફળ આપે એમ કહેવું એ વિરોધ. પણ અહિં લતા એ એ રાજાની ખડગલતા-ખડગ-તલવાર છે. અને એ જળ એ શત્રુઓની સ્ત્રીઓનાં, પતિનો પરાજય થવાથી, નિસરેલાં અશ્રુજળ છે-જે ખારાં ને ઉષ્ણ હોય. સ્વાદિષ્ટ ને શીત ફળ-એ ચેદી રાજાએ શત્રુ પર મેળવેલા વિજયરૂપ ફળ. આમ વિરોધ શમાવવો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૬૪
Page #280
--------------------------------------------------------------------------
________________
૭૦–૨૬. યશ સમસ્ત જગતને શ્વેત બનાવી દેતો હતો. કારણ કે સંસ્કૃત કવિજનોએ “ચશ' પુણ્ય, હાસ્ય આદિનો શ્વેતવર્ણ કપ્યો છે. જ્યારે શાપ, પાપ વગેરેનો શ્યામ ગણેલો છે. અંગ્રેજ કવિઓ પણ એમજ ગણે છે. જુઓ -
"No might nor greatness in mortality "Can censure' scape; back-wounding calumny "The Whitest virtue strikes.”
Measure for Measure Act III. Sc. II. "The frequency of crimes has washed them white”
Cowper's Garden. L.71. શત્રુઓના મુખપર કાળાશ પાથરી દેતો હતો. શત્રુઓ યુદ્ધમાં પરાજય પામે એટલે એમના મુખ પર ગ્લાનિ આવે એ ગ્લાનિરૂપ કાળાશ.
૭૦-૪. ષષ્ઠી જાગરણ...ઈત્યાદિ. ઉપર સામાન્ય ઉક્તિ કહી એને દઢ કરનારું આ દષ્ટાન્ન આપ્યું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે બાળક અવતર્યા પછી છઠું વાસે દેવીની પૂજા કરી જાગરણ કરવું.
૭૦-૭. પૃષ્ટભાગે બાણ મારવામાં પરાડમુખ રહેતો. પીઠ બતાવે, નમી પડે, પરાજ્ય પામીને જતા રહે એમને પછી હેરાન કરતો નહિં.
૭૦-૨૩. સપ્તર્ષિ તારાઓ. સાત ઋષિઓના નામ પરથી પડેલો. આકાશમાં દેખાતો સાત તારાઓનો જુમખો.
૭૦-૨૪. પરમાર્થવેદી. સૌથી શ્રેષ્ઠ શું એ સમજનારો; ઉત્કૃષ્ટ શાસ્ત્રજ્ઞાનવાળો.
૭૦-૯. મહાસાગરે પર્વતોને સોંપી દીધા. અહિં “મહાસાગરે પર્વતોને સોંપી દીધા નહોતા' એમ જોઈએ. એવી કથા છે કે પૂર્વના કાળમાં પર્વતોને પાંખો હતી તેથી એઓ ઉડી ઉડીને સ્વર્ગમાં જઈ ઈન્દ્રાદિ દેવોને પણ હેરાન કરતા. એથી કોપાયમાન થઈ ઈન્દ્ર એમની પાંખો કાપી નાખી હતી એમાંથી મેનાક વગેરે પર્વત સમુદ્રમાં પેસી જવાથી બચી ગયા હતા. એમને સમુદ્ર પોતાના આશ્રિત ગણીને ઈન્દ્રને સોંપ્યા નહોતા. ૭૧-૧૭. મરૂગ્રામની સભાને વિષે. કેમકે મરૂદેશ એટલે મારવાડ, અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૬૫
Page #281
--------------------------------------------------------------------------
________________
ત્યાં જળનો દુષ્કાળ, એટલે લોકો મલિન જેવાં રહે એમને “જળથી ન્હાઈ ધોઈ પવિત્ર થવાનું કહેવા સિવાય બીજો શો ઉપદેશ આપવાનો હોય ?
૭૧-૨૦. તેલીની જેવાં મલિન વસ્ત્ર. આ, ઢેઢક સાધુઓને અપેક્ષીને તો નહિં કહ્યું હોય?
૭૧-૨૨. નગ્ન રહી સંતાતા ફરનારા...વગેરે. આ, વળી દિગમ્બરી સાધુઓને અપેક્ષીને કહ્યું હોય એમ નથી લાગતું ?
૭૧-૨૩. શરીરે ભસ્મ અને મસ્તકે જટા...ઈત્યાદિ. આ. વાત પણ અન્ય મતના જોગીઓને અપેક્ષીને જ કરી જણાય છે.
૭૧-૨૪. સ્ત્રીઓની જેવું કટિવસ્ત્ર પહેરી...ઈત્યાદિ. આ. વાત પણ કૃષ્ણ ગોવાળીઆ'ને લક્ષીને કેમ ન કરી હોય ?
૭૩–૧૨. વિરૂપ. કદ્રપ.
૭૩–૧૮. ચંદ્રમા ભગ્ન થઈ ગયો છે. ભન=મનભંગ, નિરાશ.
બહુલપક્ષ (૧) બહોળોપક્ષ, સમ્બન્ધીવર્ગ; (૨) કૃષ્ણપક્ષ, અંધારીયું.
૭૩-૨૨. કોઈ બે લોકની સ્ત્રીઓ ઉપર. સ્વર્ગલોક, મૃત્યુલોક ને પાતાળલોક-એ ત્રણમાંના હરકોઈ બે લોક.
૭૩-૨૫. ઉદરપર ત્રણ રેખા...ઈત્યાદિ. સ્ત્રીઓને ઉદર પર ત્રિવળિ હોય, ત્રણ રેખા પડેલી દેખાય એ પણ એક સૌન્દર્ય ગણાય છે. જુઓ:- મધ્યેન ની વેલિવિત્નનમથ્યા વનિત્રયં વારુ વમાર વાત્રા | કુમારસંભવ ૧. ૩૯.
૭૩-૨૬. અતિકૃશ એવું ઉદર. અહિં “અતિકૃશ'ને બદલે કુશ' જોઈએ.
૭૩-૨૭. સ્થૂળતાથી કંઈ મળતું નથી....ઈત્યાદિ. સ્થૂળતા (૧) જાડાપણું, (૨) જાડી બુદ્ધિ, મૌખ્યું.
મધ્યસ્થતા. અથવા મધ્યમતા (૧) સાધારણત્વ, (૨) નિષ્પક્ષપાત. ૭૪-૨. કદલીવૃક્ષ. અહિં “કદલીથંભ' જોઈએ.
૭૪–૧. એના નિરન્તર ફળદાયી...ઇત્યાદિ. એના ઉરૂ અમુક બાબતમાં કદલીખંભ કરતાં ચઢી જાય છે માટે (સમાનતા નથી તેથી)
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૬૬
Page #282
--------------------------------------------------------------------------
________________
એને એની ઉપમા શી રીતે આપવી ? જુઓ કે કદળી એટલે કેળ એકજ વાર ફળનારી, અને આ સ્ત્રી જાતિ હમેશ સંતતિ રૂપી ફળ આપનારી; કેળ સારરહિત મધ્યભાગવાળી (કેમકે એને છેક ટોચે ફળ આવે છે), અને આ સ્ત્રી સર્વત્ર સાર-સત્વ-વાળી.
૭૪-૪. વિશાળ નેત્રો ઈત્યાદિ. સુંદર સ્ત્રીઓ સાધારણતઃ મૃગનયની, હરિણાક્ષી-એવાં નામથી સંબોધાય છે પણ આનાં તો એ પ્રાણીઓ કરતાં પણ વિશાલ નેત્રો છે.
૭૪-૭. રકતતા અને કાત્તિમાં કોણ વધે છે એ બાબતમાં નીવેડો લાવવા આના ચરણો કમળો સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. એમાં કમળો હારી જવાના ભયથી જ જાણે જળરૂપી દુર્ગમાં પેસી ગયા છે તે હજુ ત્યાંને ત્યાં છે. હજુ, એમનો ભય ગયો નથી !
૭૪-૨૧. ધૃણાક્ષર ન્યાયે. ઘુણ નામનાં જીવડાં કાષ્ટને કોતરે છે. એ કોતરતાં વખતે અચાનક અક્ષર પડી જાય છે–એવી રીતે; અજાણતાં.
૭૫-૪. અમૃતનો જનક ક્ષીર સાગર છે. અમૃત ક્ષીરસાગરમાંથી નીકળ્યું હતું, એટલે ક્ષીરસાગર (સમુદ્ર) એનો પિતા કહેવાય.
૭૫-૬. કયા પુરૂષોત્તમની સાથે...ઈત્યાદિ. એક લક્ષ્મી તો પુરૂષોત્તમ (વિષ્ણુ)ને વરી હતી; પણ આ કયા પુરૂષોત્તમ (ઉત્તમ પુરૂષ) ને વરશે તે મારાથી કહી શકાય નહિં કારણ કે એ વાત વિધિના હાથમાં છે. સરખાવો:- ૨ નાને મોસ્તારું મિદ સમુપસ્થાસ્થતિ વિધ: શકુન્તલા અંક ૨ શ્લો. ૧૦.
૭૫-૮. કરગ્રહણ કરવો (૧) કર-વેરો tax લેવો; (૨) કરપાણિ ગ્રહણ કરવું–પરણવું.
૭૫-૧૧. ધૃતની ધારા. ધારે ઘી-બ્રાહ્મણોમાં પીરસાય છે એવી રીતનું.
૭૬-૧. વાહિક ગોત્ર...ઈત્યાદિ. વાહિક ગોત્ર “હૈયય કરતાં ઉતરતું હશે.
૭૬-૧૯. સર્વ કળાઓનો નિધિ...ઈત્યાદિ. સંપૂર્ણ કળામાં પ્રકાશતો હોઈને આકાશરૂપી ઉત્કૃષ્ટ રથને દેદીપ્યમાન કરવામાં સૂર્ય અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૬૭
Page #283
--------------------------------------------------------------------------
________________
સદશ એવો.
૭૭-૧૨. કાકતાલીય ન્યાયથી. અણધાર્યા. કાકનું બેસવું (થાય) ને તાડનું પડવું (થાય)-એવી અણધારી રીતે. સરખાવો “ધૂણાક્ષર ન્યાય.” (પૃષ્ટ ૭૪-૨૧).
૭૭–૧૩. શૌર્યગુણ વડે...ઈત્યાદિ. શૂરવીરતામાં સિંહ, મદોન્મત્તતામાં નાગ-હસ્તિ, ગંભીરતામાં સમુદ્ર અને ધૈર્યગુણમાં હેમાચળ પ્રસિદ્ધ છે; પણ આ મારા સ્વામી તો એ બધાં કરતાં ચઢી જાય છે.
૭૮–૧૪. દષ્ટિને વિષે લીન...ઈત્યાદિ. આવોજ વિચાર એક સ્થળે મહાન અંગ્રેજ કવિ શેકસ્પીયરે દર્શાવ્યો છે:
"All senses to that sense did make their repair "To feel only looking on fairest of fair: “Methought all his senses were locked in his eye, “As jewels in crystal for some prince to buy." ૭૮-૧૫. તિલોત્તમા. એ નામની એક સ્વર્ગની અપ્સરા.
૭૯-૨૧. ચક્રવાક અને ચક્રવાકી. મહાત્માના શાપથી, રાત્રીના સમયમાં વિરહાવસ્થા ભોગવતું કલ્પેલું પક્ષીયુગલ વિશેષ.
અમૃતવલ્લી. અમરવેલ નામની લતા.
૮૦-૫. રસજ્વર. શરીરમાં ઉત્પન્ન થતા રસમાં કંઈક ગોટાળો થઈ જવાથી આવતો વર-તાવ.
૭૮-૨૪. રુકિમણીનો કૃષ્ણ ઉપર રાગ બંધાયો હતો. રૂકિમણી વિદર્ભ દેશના રાજા ભીખકની પુત્રી હતી. પિતાએ પુત્રીનું વેશવાલ શિશુપાલ સાથે કર્યું હતું. પરંતુ એનો ગુપ્ત પ્રેમ કૃષ્ણ ઉપર હોવાથી એણે એને પત્ર દ્વારા જણાવ્યાથી એ (કૃષ્ણ) આવીને એનું હરણ કરી ગયો હતો.
૮૦–૧૬. પદ્મદ્રહ. સ્વર્ગમાં એ નામનો એક દ્રહ (ધરો) છે. ૮૦–૨૭. ભારંગપક્ષી. કવિકપિત પક્ષી વિશેષ.
૮૧-૧. ચિત્રા અને સ્વાતિ. સત્યાવીશ નક્ષત્રો ગણાવ્યાં છે. એમાં આ ચૌદમું અને પંદરમું-એમ જુદાં જુદાં નક્ષત્રો છે. એટલે એમનો ઉદય એક સાથે હોય નહિં. છતાં થાય તો ઈષ્ટ-ઈચ્છવા યોગ્ય જ
૨૬૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #284
--------------------------------------------------------------------------
________________
ગણાય. કેમકે એ બંને શુભ, માંગલ્યકારિ ગણાય છે. સ્વાતિ નક્ષત્રમાં તો મેઘજળના બિન્દુઓનાં સમુદ્રની છીપમાં મોતી બંધાય છે. વીત્યાં सागरशुक्ति संपुटगतं तज्जायते मौक्तिकम्।
૮૧-૨૧. સમુદ્રમન્થન સમયે...ઈત્યાદિ. વાત એમ છે કે એકવાર દેવોને અમૃતનો ખપ પડ્યો, પણ તે, સમુદ્રનું મન્થન કરે તો જ ઉપર તરી આવે એમ હતું. એટલે શ્રીકૃષ્ણ મન્દરાચળનો રવાયો કરી, અને વાસુકિનાગનું દોરડું કરી પોતે જ સમુદ્ર વલોવી અમૃત કાઢ્યું. પણ એ સમયે ત્યાં દૈત્યો પણ હાજર હતા એઓ એ (અમૃત) ઉપાડી ગયા હતા.
૮૩–૧૨. કમલિની=પદ્મિની. આ શબ્દ અહિં “કમળોની તલાવડી ના અર્થમાં છે. “કમળનો સમૂહ” એવો પણ એનો અર્થ થાય છે.
૮૩-૨૬. વાડવાનિવાળા સમુદ્રને વિષે લબ્ધિ હોય નહિં. વાડવાગ્નિ=સમુદ્ર તળે કલ્પેલો અગ્નિ. સમુદ્રમાં નદીઓના પાણી આવે પણ અંદર રહેલા અગ્નિથી શોષાઈ જાય એટલે “લબ્ધિ' એટલે લાભવધારો થાય જ નહિં.
૮૪–૧. ગાન્ધર્વ વિવાહ. આઠ જાતિના વિવાહ હિન્દુ શાસ્ત્રકારોએ ગણાવ્યા છે. બ્રાહ્મ, દૈવ, આર્ષ, પ્રાજાપત્ય, આસુર, ગાન્ધર્વ, રાક્ષસી અને પૈશાચ. એમાં ગાધર્વ વિવાહ કન્યા અને યુવકના પરસ્પરના પ્રેમ કે મનોવૃત્તિથી જ થાય છે. રૂછયાચો સંયો: ન્યાયાશ વરસ્થ ઘા (મનુસ્મૃતિ ૩. ૩૨.) એમાં કંઈ વિધિ-વિધાન હોતું નથી તેમ બાધવજનોના અનુમતિ પણ લેવાતી નથી. તેથપિ વીન્યવતી પ્રવૃતિઃ |
૮૪-૬. સુલતાનો વિલાપ અને રૂદન. સુલસા જેવી ધર્મિષ્ટ અને ભાવિની બળવત્તા સમજનારી પ્રથમ પંકિતની શ્રાવિકાને રૂદન કે વિલાપ હોય નહિં. પરંતુ અકથ્ય સંતાપજનક હૃયજ્વાળાને બહાર વિલાપ રૂપે માર્ગ ન મળે તો હદય શતધા ફાટી જાય. જુઓ ઉત્તરરામ ચરિત્ર અંક ત્રીજો:
पुरोत्पीडे तडागस्य परीवाहः प्रतिक्रिया।
शोकक्षोभे च हृदयं प्रलापैरेव धार्यते ॥ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૬૯
Page #285
--------------------------------------------------------------------------
________________
૮૭–૪. અગ્નિશમાં. દુર્ભાગી બ્રાહ્મણનું નામ, જ્યાં ત્યાં અગ્નિશમાં જ સંભળાય છે.
૮૮-૨૨. વીચિતરંગ ન્યાયે. જળને વિષે એક મોજું બીજાને ધક્કો મારે છે, બીજું ત્રીજાને ધકેલે છે અને એ પ્રમાણે દૂર દૂર સુધી જળકલ્લોલ પહોંચી જાય છે એમ. હાલના વિજ્ઞાનની-વિદ્યુતની પ્રગતિના જમાનામાં તો સાબીત પણ થયું છે કે જળનાં જ મોજાં કે કલ્લોલોની જેમ હવાના અને અવાજના કલ્લોલો (waves of air and sound) ધક્કેલાઈ ધક્કેલાઈને અલ્પકાળમાં એટલે દૂર દૂર જાય છે કે સાધારણ બુદ્ધિવાળાને એ વાત ગળે જ ન ઉતરે.
૮૯–૯. ઋક્ષ (ભક્તિ) લૂખી; કંઈ લેવું દેવું ન પડે એવી; વણિક્ મિત્રની તાળી જેવી.
૮૯-૧૦. રાજપિંડ...ઈત્યાદિ. સાધુઓને રાજાના ઘરનો પિંડ (આહાર વગેરે) અગ્રાહ્ય છે. એનાં કારણો વિસ્તાર સહિત આચારાંગ સૂત્રના અધ્યાયમાં બતાવ્યાં છે.
૮૯–૧૪. માસક્ષપણ. મહિનાના ઉપવાસ. ૮૯-૧૬. શિરોબાધા. માથાનો દુ:ખાવો. ૮૯-૨૦. અભિગ્રહ નિયમ ગ્રહણ કરવો.
૮૯-૨૨. આ લોકો ક્ષુધા કેવી રીતે...ઈત્યાદિ. અહિં આ (નીચે રહેલા) નારકીના જીવો ક્ષુધા કેમ સહન કરતા હશે એ જોવા, જાણવા ઈચ્છતો હોયની એમ અધોમુખ મુદ્રિકા ધારણ કરી રહ્યો” એમ જોઈએ.
૯૧-૧૨. બાળ તપસ્વી. અજ્ઞાન તપસ્વી; (લાભાલાભ) સમજ્યા વિના તપશ્ચર્યા કરનાર.
૯૧-૧૬. અલ્પકિ. અલ્પ સમૃધ્ધિવાળો
૯૧-૨૧. લેશ્યા. મનોવૃત્તિ.
૯૩-૪. અપવાદ ઉત્સર્ગ કરતાં બળવાન છે. ઉત્સર્ગસામાન્ય નિયમ. અપવાદ-વિશિષ્ટ નિયમ.
અપવાદ્વૈરિવોત્સા: તવ્યાવૃત્તય: પરે: કુમારસંભવ સર્ગ. ૨. શ્લોક ૨૭,
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૭૦
Page #286
--------------------------------------------------------------------------
________________
અપવાઃ રૂદ્યોત્સ વ્યવર્તયામીશ્વર: રઘુવંશ સર્ગ ૧૫. શ્લોક ૭.
૯૩–૭. કાર્ય એવી રીતે કરવું જોઈએ કે...ઈત્યાદિ. અત્યારે રીતસર કહેવત એવી છે કે સાપ મરે નહિ ને લાકડી ભાંગે નહિ. સર્પ વહ્યો આવતો હોય એને જમીનપર લાકડી ઠપકારી ઠપકારીને દૂર રાખવો. એને લાકડી વતી મારી નાખવો નહિ એમ બહુ જોસથી ઠપકારીને લાકડી પણ ભાંગી નાંખવી નહિ. આપણે ફક્ત કાર્ય સાધી
લેવું.
૯૩-૩. માંસ મંગાવ્યું. પૂર્વે જૈનોમાં માંસ ભોજન થતું હોવું જોઈએ એનું આ એક નહિ, પણ શ્રી નેમનાથના લગ્ન સમયે અનેક અવાચક પશુઓ એકઠાં કરવામાં આવ્યા હતા. આદિ દષ્ટાન્તો છે. એમ કેમ હશે ?
૯૪-૪. અશોક વાટિકા. એ નામનો શ્રેણિક રાજાનો બગીચો.
૫-૨. ઉગ્રસેન રાજાને કંસ થયો હતો એમ. કંસ મથુરાના રાજા ઉગ્રસેનનો પુત્ર અને કૃષ્ણનો કટ્ટો શત્રુ હતો. વેર ઉત્પન્ન થવાનું કારણ એમ કહેવાય છે કે વસુદેવના દેવકી સાથે લગ્ન થયા પછી એકદા એવી આકાશવાણી એણે સાંભળી કે દેવકીના આઠમા ફરઝંદથી એનું મૃત્યુ થશે. એ પરથી એણે વસુદેવ અને દેવકી બંનેને બન્દિખાને નાખ્યા અને મજબૂત બેડીઓ પહેરાવી. વળી એમના પર સખત પહેરો મૂકયો. દેવકીને જે જે ફરઝંદ થયા તેને એણે દેવકી પાસેથી જન્મતાં વેંત જ લઈ લીધા અને મરણ શરણ કર્યા. આ પ્રમાણે એણે એના છ ફરઝંદોને ઠેકાણે કર્યા. (પણ એના સાતમા અને આઠમા ફરઝંદ બળરામ અને કૃષ્ણને એની ગમે એટલી ચોકી છતાં નન્દને ઘેર સલામત પહોંચાડી દીધા. આ બેમાંથી કૃષ્ણ છેવટે વંદ્વયુદ્ધમાં એના પ્રાણ લીધા.)
૯૪-૨૨. પુત્રપ્રાપ્તિ અર્થે સ્ત્રીઓ રાત્રિદિવસ...ઈત્યાદિ. અહિં કવિએ જે વિચારો દર્શાવ્યા છે. એને જ મળતા “કૃતપુણ્ય'ની માતાના સંબંધમાં દર્શાવ્યા છે.
૯૫-૨૮. શ્રી ત્રિકૂટપર્વતની ભૂમિ...પેઠે. અહિં “શ્રી ત્રિકૂટપર્વતનાં ત્રણ શિખરો પૃથ્વી પર આવ્યાં હોયની એમ” એમ જોઈએ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૭૧
Page #287
--------------------------------------------------------------------------
________________
સર્ગ ત્રીજો
૯૭–૨૦. ગંગાના પુલિન પ્રદેશ જેવી શય્યા. પુલિન પ્રદેશ એટલે રેતીવાળો કિનારો=Sand banks એમાં પગ મૂકતાં જેમ અંદર ઉતરી જાય તેમ, શય્યા પણ એવી નરમ કે શરીર અંદર પેસી જાય.
૯૯–૧૮. સુધર્મા. એ ઈન્દ્રની સભાનું નામ છે.
૯૯-૨૭. મેરૂની સન્મુખ કુલાચલો શોભે તેમ. આઠ કુલાચલોકુલપર્વતો કહ્યા છે:-પગ્નોત્તર, નીલવાન, સુહસ્તી, અંજનગિરિ, કુમુદ, પશાલ, વતંસ અને રોચન કે રોહણાગિરિ. જુઓ લોકપ્રકાશ સર્ગ ૧૮.૯૧. ધ્યાનમાં રાખવું કે આ આઠે મેરૂની સન્મુખ, મેરૂની અકેક વિદિશાએ બળે આવેલા છે. સાત વર્ષધર પર્વતો કહેવાય છે. એ જુદા. જુઓ પૃષ્ટ ૪, ટીકા ૨.
૧૦૦-૧૮. મેરૂપર્વતની ભૂમિની પેઠે. મેરૂપર્વતને ચાર વન છે તેમાં એક “નન્દન' વન છે. બીજા ત્રણ “ભદ્રશાળ,” “સૌમનસ' અને પાંડુ” છે.
૧૦૧-૫. અશોક વૃક્ષની જેમ દોહદ...ઈત્યાદિ. જુઓ પૃષ્ટ ૩૩ ની ફુટનોટ.
૧૦૧-૧૧. વૈભારગિરિ. રાજગૃહીની સમીપે આવેલો પર્વત.
૧૦૧-૨૭. તક્ષકનાગ. આ એક જાતના મહા ભયંકર નાગા છે. એના મસ્તકેથી “મણિ' લઈ લેવા જેવો મુશ્કેલ દોહદ. એવા હોટા ભયંકર નાગને મસ્તકે મણિ હોય છે અને એ, એઓ રાત્રીને સમયે ભક્ષ શોધવા નીકળે છે ત્યારે ચોદિશ પ્રકાશ પાડે છે એમ કહેવાય છે.
૯૮-૭. મેઘવૃષ્ટિથી કદમ્બ વૃક્ષ...ઈત્યાદિ. મેઘની ગર્જના થાય ત્યારે કદમ્બવૃક્ષને અંકુરો ફુટે છે એમ કહેવાય છે.
૧૦૩–૧૪. બાર બાર સૂર્યોપર વિજય...ઈત્યાદિ. એના દેહની કાન્તિ બાર સૂર્યોની એકત્ર કાન્તિ-તેજ-થી પણ અધિક હતી. હિન્દુ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૭૨
Page #288
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રકારોએ બાર સૂર્ય કહ્યા છે. એ બારે એકસાથે જગતના લય વખતે જ પ્રકાશતા કહેવાય છે.
૧૦૩-૧૫. ચરણ...નેત્ર...ઈત્યાદિ. દેવનાં આ ખાસ લક્ષણો છે. એનાથી એઓ ઓળખાઈ આવે છે કે એઓ દેવતા છે, મનુષ્ય નથી. દમયન્તીને સ્વયંવરમાં વરવા માટે જે વરૂણ આદિ દેવો નળનું રૂપ ધારણ કરીને આવેલા હતા એમને દમયન્તીએ એ જ લક્ષણોથી ઓળખી કાઢ્યા હતા. જુઓ નળાખ્યાન:
साऽपशद्विबुधान् सर्वानस्वेदान् स्तब्धलोचनान् ।
܀ ܀ ܀
भूमिष्टो नैषधश्वेव निमेषेण च सूचितः ॥
૧૦૪-૧૩. પૂર્વ તરફનો વાયુ...ઈત્યાદિ. બીજાં કારણોની સાથે પૂર્વના વાયુનો સદ્ભાવ હોય ત્યારે જ મેઘવૃષ્ટિ થાય છે.
૧૦૪. જ્યાં જ્યાં પ્રસંગ ઉપસ્થિત થયો છે ત્યાં ત્યાં ઋતુઆદિનાં વર્ણનોરૂપ વિષયો, જે કાવ્યનાં અલંકાર ગણાય છે તે આ કાવ્યકાર આપવા ચૂકયા નથી. અહિં જેમ વર્ષાઋતુનું તેમ અન્યત્ર શિશિરઋતુનું, અને ગ્રીષ્મઋતુનું-એમ તાદૃશ વર્ણન આપ્યા છે. સ્ત્રી-પુરૂષોના સુંદર સ્વરૂપ પણ ઉત્તમ ચિત્રકારની પીછીથી ચીતર્યા છે.
૧૦૫–૧૪. મલિન મેઘ. કૃષ્ણવર્ણા-કાળા મેઘ; (કારણ કે પાણીથી ભરેલા).
૧૦૫-૧૬. હંસ પક્ષીઓ...ચાલી નીકળ્યાં. કારણકે વર્ષાઋતુ એમને પ્રતિકૂળ છે. (વર્ષાઋતુમાં હંસ સંતાઈ જાય છે અને મયૂરોનું બળ વધે છે. શરદમાં એથી ઊલટું બને છે).
૧૦૬-૭. વને વને કલ્પદ્રુમ હોય ? સરખાવોઃशैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । સાધવો નહિ સર્વત્ર ધનં ન વને વને ! સુભાષિત.
૧૦૬-૭. તિથિએ તિથિએ...ઈત્યાદિ. હંમેશા પુનમે હોય ? ૧૦૮-૧૪. સૂર્ય ચંદ્રનાં દર્શન કરાવ્યાં. શાસ્ત્રકારોએ (શુદ્ધિ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૭૩
Page #289
--------------------------------------------------------------------------
________________
અર્થે) ‘સોળ સંસ્કાર' કરવાના કહ્યા છે. એમાંનો આ એક સંસ્કાર છે. બીજા ષષ્ઠીજાગરણ, નામકરણ, ચૂડાકરણ, ઉપવીત...વગેરે છે.
૧૦૯. મેઘકુમારનો સમસ્યા વિનોદ. હાલની સ્ત્રીઓની વિદ્વત્તા, અરે ! ખરી કેળવણીના અભાવના જમાનામાં તો આપણે આવા વિનોદ આદિ પુસ્તકમાંથી વાંચીને જ સન્તોષ માની બેસી રહેવાનું છે. ક્યો રાજપુત્ર કે કહેવાતો ગૃહસ્થ પણ પોતાની પત્ની સાથે આવું ગોષ્ટીસુખ અનુભવતો હશે ? પૂર્વના આચાર્યોએ રાસ વગેરે કથાનુયોગના ગ્રંથોમાં અનેક અનેક સ્થળોએ નાયકનાયિકાના લગ્નની પ્રથમ રાત્રી વગેરે અવસરોએ આવા આનન્દજનક પ્રસંગો ચીતર્યા છે તે અત્યારની લક્ષાધિપતિઓની સંતતિ સુદ્ધાં વિકટ નિશાના ઘોર સ્વપ્ન જ સમજશે ? હા, લક્ષ્મી ! તારે સરસ્વતીની સાથે કયા ભવનું વેર હશે ! સરસ્વતી ! તારે પણ શું લક્ષ્મીની સપત્ની તરીકે જ જન્મારો કાઢવો છે ?
૧૧૪-૧૨. ગુરૂજન. વડીલ; માતપિતા, (અહિં) જ્યેષ્ટબન્ધુ નન્દિવર્ધન આદિ.
૧૧૪-૧૪. નિ:સંગ. ત્યાગી. પ્રભુતો ત્યાગી હતા પરન્તુ ઈન્દ્રમહારાજાએ વ્યવહારાનુસાર, એક દેવદૂષ્ય, જે એક લક્ષમૂલ્યનું હતું, તે પ્રભુને ખભે મૂક્યું હતું. એ મેળવવાની લાલસામાં એક બ્રાહ્મણ પ્રભુના વિહારમાં એમની પાછળ પાછળ ભમતો હતો. એ વાતની પ્રભુને ખબર પડી એટલે એમાંથી અરધું એ બ્રાહ્મણને આપી દીધું હતું. (બાકીનું અરધું પણ એના ભાગ્યે એને જ મળી ગયું હતું.)
૧૧૪-૧૫. અનન્ત વીર્યવાળા. શ્રી જિનભગવાનનાં ચાર વાનાં અનન્ત હોય છે. (૧) અનન્ત વીર્ય, (૨) અનન્ત જ્ઞાન, (૩) અનન્ત ચારિત્ર અને (૪) અનન્ત દર્શન.
૧૧૪-૧૬. ઉપસર્ગો. તિર્યંચ-અસુર આદિ કૃત કાયક્લેશ.
૧૧૪-૧૬. ઘાતિકર્મ. આઠ પ્રકારનાં કર્મમાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અન્તરાય-એ ચાર ‘ઘાતિ' કહેવાય છે કેમકે એ આત્માના જ્ઞાન, દર્શન આદિ ગુણોનો ‘ઘાત' કરનારા છે (કેવળજ્ઞાન થવા દેતા નથી.)
૨૭૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #290
--------------------------------------------------------------------------
________________
૧૧૪–૧૮. શરીર સુગન્ધમય...ઈત્યાદિ. અહિંથી શરૂ કરીને શ્રી જિન પ્રભુના જે ચોત્રીશ “અતિશય' (ઐશ્વર્ય) Extraordinary Superhuman Qualifications કહેવાય છે તે વર્ણવ્યા છે.
૧૧૫-૭. વિરૂપપણું. (૧) અરૂપીતા, (૨) કદ્રુપતા.
૧૧૫-૮. પ્રષ્ટભાગે. કારણ કે સામેનો પવન નહિં સારો; પીઠનો-પાછળનો સારો.
૧૧૫-૧૧. ભાવકંટકો. કામ, ક્રોધ, લોભ, મોહ આદિ અભ્યત્તર શત્રુઓ.
૧૧૬-૧૭. સૂત્રાનુયોગને વિષે સુખે પ્રવેશ કરવાને...ઈત્યાદિ. સૂત્રગ્રંથો સહેલાઈથી સમજી શકાય માટે. પૂર્વાચાર્યોએ ચાર “દ્વાર' રચ્યા છે. જેનો પ્રથમ અભ્યાસ થયો હોય તો સૂત્રો સુખે-સહેલાઈથી સમજી શકાય છે. દ્રવ્ય-અનુયોગ, ચરણકરણ-અનુયોગ, ગણિત-અનુયોગ અને ધર્મકથા-અનુયોગ-એ ચાર અનુયોગરૂપી ચાર દ્વારો સમજવાં.
૧૧૬-૨૨. દેવચ્છંદ. સમવસરણને વિષે, પાછળ, તીર્થકર મહારાજાને દેશનાને અને વિશ્રામ લેવાને માટે દેવતાઓએ રચેલું pellolagu-Chamber.
૧૧૭–૧૬. ભામંડળ. ભા-કાન્તિ-મંડળ. પ્રભુનું સર્વ તેજ લોકો સહન ન કરી શકે, એની સામું જોઈ જ ન શકે, માટે, એવું ભામંડળ. હોય તો એને વિષે એ તેજ સંક્રમણ થાય ને ત્યાં પણ રહે. એમ ભાગ પડી જાય એટલે પછી જોનારને મુંઝવણ ન રહે. (અત્યારે જે જે સ્થળે વીજળીની બત્તીનાં કારખાનાં છે ત્યાંથી એનો પ્રવાહ current જોસબંધ આવે, અને જેટલો આવે તેટલો વપરાય નહિં તો સામટો એકત્ર થયેલો નુકસાન કરી બેસે, યન્ત્રકામ ફાડી નાખે, માટે વધારાનો ઝીલવાને-સંઘરવાને વચ્ચે વચ્ચે સ્ટેશનો કર્યા. છે ત્યાં એનો સંગ્રહ થાય છે. આ વાત સમજવાથી ભા-મંડળના ઉપયોગની વાત ધ્યાનમાં ઉતરશે).
૧૧૮-૯. અન્યોઅન્ય મત્સરભાવને ધારણ કરતા પ્રાણીઓ ...ઈત્યાદિ. આ વા મહાત્માની હાજરીમાં એવાનું સ્વાભાવિક વેર જતું રહે છે. અન્યત્ર પણ કહ્યું છે કે –
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૭૫
Page #291
--------------------------------------------------------------------------
________________
विरोधिसत्वोज्झितपूर्वमत्सरम्
܀܀
૨૭૬
तपोवनं तज्च वभूव पावनम् ॥
કુમારસંભવ કાવ્ય સર્ગ ૫ શ્લોક ૧૭.
૧૧૮-૧૦. ત્રીજા પ્રાકારને વિષે સર્વ વાહનો રહ્યાં વળી. અહિં “વળી ત્રીજા પ્રાકાર-ગઢ ને વિષે સર્વ વાહનો રહ્યાં.” એમ વાંચવું. ૧૧૮-૧૨. અભિયોગી. (સભામાં આવેલાઓની સેવામાં આવેલાં) ‘સેવકો' અર્થાત્ વાહનો.
૧૧૯-૫. ગુણશીલ ચૈત્ય. શ્રેણિકરાજાના ઉદ્યાનમાં આવેલું એ નામનું-ચૈત્ય-જિનમંદિર.
૧૨૦-૩. સેચનક હસ્તી. આ ‘સેચનક' નામના હસ્તીની ઉત્પત્તિ વગેરે માટે જુઓ આ ચરિત્રનો બીજો ભાગ.
૧૨૦-૧૯. છત્ર...નો ત્યાગ કર્યો. દેવગુરૂ ‘સન્મુખ ગમન' કરતાં આ વસ્તુઓનો ત્યાગ કરવો, એ ‘અભિગમન' કેમ કરવું-કેમ પાળવું-કેમ સાચવવું-એમ સજાવતાં છેવટે એ વિધિ જ ‘અભિગમન સાચવવાં' કહેવાય છે. જુઓ આ ચારિત્રનો બીજો ભાગ.
૧૨૦-૨૦. એકસાટી ઉત્તરાસંગ. એક પડો ખેસ રાખવો. આ પણ એક ‘અભિગમન સાચવવા'નું છે.
૧૨૧-૪. મેરૂપર્વતને ‘ચલિત' કરીને સુરપતિને ‘નિશ્વળ’ કર્યો હતો. મેરૂને ધણધણાવીને ઈન્દ્રના મનનો સંદેહ ભાંગ્યો હતો. વાત એમ છે કે પ્રભુના જન્મોત્સવ વખતે ઈન્દ્રને સંદેહ થયો હતો કે જે પુષ્કળ જળ દેવો તરફથી અભિષેક અર્થે એકઠું કરવામાં આવ્યું હતું તેનો એક સામટો અભિષેક પ્રભુ સહન કરી શકશે કે નહિ. પ્રભુને જન્મતાંની સાથે જ ‘અવધિજ્ઞાન' તો હોય છે એટલે ઈન્દ્રનો એ સંદેહ જાણી ગયા, અને પોતામાં કેટલી શક્તિ છે એ બતાવવા એમણે ફક્ત પોતાના એક અંગુઠાના જોરે મેરૂને કમ્પાયમાન કર્યો હતો.
૧૨૧-૧૭. જનવર્ગથી જનક્ષેત્રની પેઠે. મનુષ્ય લોક જેમ મનુષ્યોથી ભરપૂર છે, શૂન્ય નથી, એમ આપના ચરણકમળ શૂન્ય રહેતા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #292
--------------------------------------------------------------------------
________________
નથી, દેવોના વૃન્દ એની સમીપે બેઠાને બેઠા જ રહે છે.
૧૨૧-૮. ઐન્દ્ર વ્યાકરણ. પ્રભુને નિશાળે મોકલવામાં આવ્યા ત્યારે ત્યાં, પ્રભુમાં તો સર્વ વિદ્યાઓ વિદ્યમાન છે-એમ એના વિદ્યાગુરૂને બતાવવા માટે, ઈન્દ્ર સ્વર્ગથકી બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા; અને ગુરૂના દેખતાં કેટલાક પ્રશ્ન પ્રભુને પૂછયા હતા. એ પ્રશ્નોના ઉત્તર ગુરૂ પોતે પણ ન આપી શકયો અને પ્રભુએ તો સર્વ શંકાઓનું સઘ સમાધાન કર્યું. (પછી ઈન્દ્ર પોતાનું રૂપ પ્રકટ કર્યું હતું). એ વખતે જે પ્રશ્નોત્તરી થઈ હતી તેનો એક ગ્રંથ થયો, જેને “ઈન્દ્ર' ના નામ પરથી ઐન્દ્ર વ્યાકરણ કહેવામાં આવ્યું.
૧૨૧-૧૪. ગ્રીષ્મઋતુમાં જળાશયોમાં જળ વૃદ્ધિ પામે છે એમ. વાવ, કુવા વગેરેમાં ઉન્હાળામાં જળ ઉંચા આવે છે એ સુપ્રસિદ્ધ
૧૨૧–૧૮. જઘન્ય પદ. સૌથી ઉતરતું-સંસારી તરીકેનું પદ. કહેવાની મતલબ એ છે કે આપનો જન્મ થયો ત્યારથી, અને સંસારમાં હતા તે વખતે પણ, દેવતાઓ આપની સેવામાં હાજર ને હાજર હતા. (સંસાર ત્યજી સાધુ થયા એ એ કરતાં ચઢતું પદ. અને હવે કેવળજ્ઞાનના ધણી થયા છે એ એથી પણ ઉંચું-ઉત્કૃષ્ટ પદ).
૧૨૧-૧૩. સંગમક દેવ. આ સંગમક દેવે શ્રીવીરને અનેક પ્રાણાંત ઉપસર્ગો કર્યા હતા.
૧૨૨-૬. સર્વ કોઈની ભાષાને અનુસરતી વાણી. પ્રભુ દેશના આપે એ સૌ કોઈ–દેવ મનુષ્ય અને તિર્યંચ સુદ્ધાં પોતપોતાની ભાષામાં સમજી જાય એવી ભાષા પ્રભુની હોય. આ પણ પ્રભુનો એક અતિશય' અર્થાત ઐશ્વર્ય છે.
૧૨૨-૬. યોજન પર્યન્ત પ્રસરતી વાણી. એક યોજન સુધીમાં સંભળાય એવી વાણી પ્રભુની હોય. આ પણ એક “અતિશય.”
૧૨૩-૧૩. રાજા ગાયોનાં ટોળાં...ઈત્યાદિ. પૂર્વે એમ બનતું કે એક રાજાને બીજા પડોશના રાજાની સાથે શત્રુતા હોય તો એ રાજાના ગામની ગાયો સીમમાં ચરવા ગઈ હોય ત્યાંથી એને સ્થાને ન જવા દેતાં, રાજસેવકો મોકલી રૂંધીને-અટકાવીને વાળી લઈ જતા. એને “ધણ' અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૭૭
Page #293
--------------------------------------------------------------------------
________________
વાળી જવું કહેતા. (વાળી જનાર રાજા બળવાન ગણાતો, અને સામાવાળો એમાં પોતાનું અપમાન-અપકીર્તિ થઈ સમજતો. ગાયો જેવા નિર્દોષ અને વળી પવિત્ર પ્રાણીને માટે રાજાઓ પોતાનું શીર પણ આપવા તૈયાર થતા).
૧૨૫-૨૨. રસકૂપિકાનો પ્રયોગ. અહિં “રસકૂપિકાને વિષે પ્રવેશ’ એમ જોઈએ. રસકૂપિકા જેના સ્પર્શથી લોહ આદિ હલકી ધાતુઓ સુવર્ણ' થઈ જતી કહેવાય છે એવા રસની કુઈ.
૧૨૫-૨૨. રોહણાચળની ભૂમિનું ખોદવું. રોહણગિરિ નામનો પર્વત છે એમાંથી રત્નો મળી આવે છે.
૧૨૫-૨૨. નિમિત્ત-આદેશ. કોઈનું શુભ થવાનું છે કે અશુભ થવાનું છે એ પોતાના જ્ઞાનબળથી કહેવું. (નિમિત્તિકએવું જ્ઞાન ધરાવનાર.)
૧૨૫-૪. ઋદ્ધિવાન પુરૂષ ગામથકી નગરમાં...વગેરે. (ગામડામાં) માણસ પાસે પૈસો થાય એટલે ગામડું મૂકી શહેરમાં રહેવા આવે છે એમ.
૧૨૫-મનુષ્ય ભવનાં દુ:ખ. બુદ્ધદેવ પણ સંસારમાં સર્વત્ર કલેશ. જ જુએ છે -
“Birth is sorrow, old age is sorrow, disease is sorrow, union with one whom we do not love is sorrow, separation from one whom we do love is sorrow; in short, our five bouds with the things of the earth are sorrow."
૧૨૬-૨૧. તલથકી શ્યામ મરી...વગેરે. તલ પણ કાળા અને મરી પણ કાળા. કહેવાનો ભાવાર્થ એવો છે કે સર્વત્ર સરખું જ છે, સ્વર્ગમાંએ એકાન્ત સુખ નથી. આપણામાં અત્યારે કહેવત છે કે “કોણ કાળું ને કોણ ગોરું ?'
૧૨૭-૨. અત્યદશા. કનિષ્ટ દશા. ૧૨૭–૩. અહિં. આ પૃથ્વી પર.
૧૨૭–૧૦. માળાની ગ્લાનિ...ઈત્યાદિ. માળા કરમાઈ જાય છે...વગેરે ગણાવ્યાં એ સ્વર્ગના દેવોને ચ્યવન એટલે મૃત્યુ સમયના ચિન્હો છે.
૨૭૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #294
--------------------------------------------------------------------------
________________
૧૨૭-૧૬. અશુચિની ખાણ એવી માનવીની કુક્ષિને વિષે. અશુચિમય એવી માનવી-મનુષ્યણી-સ્ત્રી-ના ઉદરમાંથી મનુષ્ય જન્મે છે. પણ દેવોના સંબંધમાં એવું કંઈ નથી-એઓ તો પુષ્પની શય્યામાંથી બેઠા થાય છે-ઉત્પન્ન થાય છે.
૧૨૭–૨૦. (રાસભોનો) આરવ. શબ્દ, ભુંકવું.
૧૨૭–૧૭ થી ૧૨૮–૨. આ આખા પેરેગ્રાફમાં દિવ્ય જીવન અને મનુષ્યજીવન વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે.
૧૨૮-૧૧. દ્રવ્યવિવર્જન. પરિગ્રહનો ત્યાગ. ૧૨૮–૧૫. “દેશ'થી ત્યાગ. ઓછોવત્તો-થોડો ત્યાગ.
૧૨૮–૧૭. અતિચાર. ઉલ્લંઘન Transgression વાત નિયમનાં અનુપાલનમાં કંઈ દોષ, સહેજ ભૂલ કરવી તે. (વ્રત નિયમનો એકદમ ભંગ એ “અનાચાર').
૧૨૮–૧૬. છવિવેદ. બળદઆદિ પશુઓના નાક કાન વગેરે છેદવા, વીંધવા એ. (છવિચામડી).
૧૨૮–૧૭. ભક્તપાનનો વ્યવચ્છેદ. પશુ આદિને ખોરાક પાણી આદિમાં અંતરાય પાડવો, અટકાયત કરવી; વખતસર “નીરણ' ન કરવી
વગેરે.
૧૨૯–૧. વસ્તુ. અહિં “વાસ્તુ' જોઈએ. વાસ્તુ ઘર, દુકાન વગેરે.
૧૨૯-૩. અનુક્રમે બલ્બનું બન્ધન. પહેલા બેનું બંધનઃ ધનનું બન્ધન અને ધાન્યનું બંધન. એમાં ધનનું બન્શન એવી રીતે કે દશા કોથળી દ્રવ્યનું “પરિગ્રહ પ્રમાણ' રાખ્યું હોય ને એથી વધી જાય તો બે કોથળીની એક કરી નાખવી. ધાન્યનું બધૂન એવી રીતે કે દશ માપ અનાજનું “પ્રમાણ' કર્યું હોય અને તે કરતાં વધી જાય તો બે માપનું એક કરી નાખવું. (મોટાં માપ બાંધવા).
બન્નેનું યોજન. બીજું બેનું યોજન; ક્ષેત્રનું યોજન અને વાસ્તુનું યોજન. એમાં ક્ષેત્રનું યોજન એટલે બે ક્ષેત્રનું એક કરી નાંખવું. (વચ્ચે વાડ હોય તે કાઢી નાખવી). વાસ્તુનું યોજન એટલે બે ઘર કે હાટ હોય એની વચ્ચેનો કરો કાઢી નાખીને એક કરી નાખવું.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૭૯
Page #295
--------------------------------------------------------------------------
________________
બબ્બેનું દાન. ત્રીજા બેનું દાન; સોનાનું દાન અને રૂપાનું દાન. દાન એટલે (સ્ત્રી પુત્રાદિને) આપી દેવું, અગર ચોપડામાં એમને નામ ચડાવી દેવું.
બબ્બેનું ગર્ભાધાન. ચોથાં બેનું ગર્ભાધાન; દ્વિ:પદ એટલે બેપગાં દાસ દાસીઓ વગેરે, અને ચતુષ્પદ એટલે ચોપગાં-ઢોર ઢાંખર. આ બેઉ ધારેલા ‘પ્રમાણ' થી વધી જતાં હોય તો ગર્ભાધાન એટલે ગર્ભનું અધાન-ગર્ભનું ન ધારણ કરવાપણું, થાય એમ કરવું; અથવા મોડો ગર્ભધારણ કરાવવો.
કુષ્યની ‘ભાવથી' વૃદ્ધિ. કુષ્ય એટલે સોનારૂપા શિવાયની (હલકી ધાતુ. એનાં વાસણકુસણ વગેરે ધારેલી સંખ્યાથી વધી જાય તો (ભાંગી નાખી) ‘ભાવથી' વૃદ્ધિ, એટલે ‘કદમાં' વૃદ્ધિ કરાવવીમ્હોટાં કરાવવાં (અને એમ કરીને ધારેલી સંખ્યા ન વધે એમ કરવું.) ૧૨૯-૬. ગૃહસ્થ એટલે સંસારી, શ્રાવકને તપાવેલા લોહના ગોળા જેવા કહ્યા-એનું કારણ એ કે, જેમ એ તપાવેલો લોહનો ગોળો એક જગ્યાએ અટકાવ્યો રાખ્યો સારો અથવા ઝાઝું ન ફરવા દેતાં થોડું ફર્યો સારો (કેમકે જ્યાં જ્યાં એ ફરશે-જશે ત્યાં ત્યાં એનાથી અનેક જીવજન્તુની હાનિ થશે); તેમ શ્રાવક પણ લીલ, ફુલ, વનસ્પતિ આદિથી પૂર્ણ એવી ચોમાસાની ઋતુમાં અને અન્ય ઋતુઓમાં પણ જ્યાં જ્યાં ગમનાગમન કરે ત્યાં ત્યાં એનાથી જીવોની વિરાધના જ થવાની. માટે ગૃહસ્થ-શ્રાવક જવા આવવાના અન્તરનો નિયમ ધારે, અમુક પ્રમાણ બાંધે એ એને બહુ ઉત્તમ એટલે હિતકારક છે.
૧૨૯-૧૬. સચિત્ત. ચૂલે (અગ્નિપર) ચડ્યા વિનાનું બધું ‘સચિત્ત' કહેવાય.
તુચ્છ ઔષધી. ખાવાનું થોડું ને ફેંકી દેવાનું ઝાઝું-એવી વસ્તુઓ; જેવી કે બોર (જેમાં ઠળીયો મોટો ને ખાવાનું તો ફકત ઉપલી છાલ જ); શેરડી (જેમાં રસ થોડો, ને છોતાં ઝાઝાં) વગેરે.
૧૨૯-૨૫. વન રોપીને. અહિં ‘તથા વન રોપીને' એમ જોઈએ. ૧૩૦-૯. જંગમ તથા સ્થાવર વિષ. સર્પ વગેરે પ્રાણી જંગમ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૮૦
Page #296
--------------------------------------------------------------------------
________________
વિષ કહેવાય; જ્યારે અફીણ, સોમલ, વચ્છનાગ વગેરે પદાર્થો સ્થાવર વિષ કહેવાય.
૧૩૭–૧૪. અપધ્યાન. ધર્મધ્યાન, શુકલધ્યાન, આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન-એ ચાર પ્રકારનાં ધ્યાનમાં છેલ્લાં બે અપધ્યાન-દુષ્ટધ્યાન કહેવાય.
૧૩૦-૧૩. ગળકંબળ. બળદ વગેરે પશુઓને ગળા નીચે જાડી ચામડી લટકતી હોય છે તે.
૧૩૦–૧૭. જળ કાઢીને. અહિં જળ ઉલેચાવી નાખીને' એમ
વાંચવું.
૧૩૦-૨૫. કન્દર્ય. કામોદ્દીપક વચન બોલવાં.
મુખરતા. અઘટિત લવારો કર્યા કરવો. કુંચિતપણું. શરીરના અંગોપાંગવડે હાસ્યજનક કુચેષ્ટા કરવી,
ચાળા પાડવા.
ભોગાતિરિક્તતા. ભોગ-ઉપભોગ-ની વસ્તુઓ ખપ કરતાં વિશેષ
રાખવી.
સંયુક્તાધિકરણતા. શસ્ત્ર, ઘંટી, મુશળ વગેરે અધિકરણો તૈયાર સજ્જ કરી રાખવાં, કોઈ માગવા આવે એને આપવાં; વગેરે. ૧૩૦-૨૨. અનર્થ દંડ. જે થકી આત્માને નિરર્થક દંડાવું પડે, પાપ વહોરાવું પડે એ.
૧૩૦-૨૩. કૃપાણ આદિનું દાન. શસ્ત્રો માગ્યાં આપવાં. ૧૩૦-૨૬. સર્વ સાવધ યોગ ત્યજીને. સંસારનાં કાર્યો ત્યજીને.
૧૩૧–૧. મન, વચન અને કાયાનો સાવધ વ્યાપાર. (૧) સંસારનાં કાર્યોની ચિન્તા કરવી; (૨) કર્કશ ભાષા બોલવી; (૩) ભૂમિ પ્રમામાં વિના બેસવું વગેરે.
૧૩૧-૪. અનવસ્થાન અસ્થિરતા, નિરાદર.
પ્રેષણ. નિયમ ધાર્યો હોય એથી બહાર કંઈ મોકલવું કરવું. આનયન. ધારેલી ભૂમિની બહારથી કંઈ મંગાવવું વગેરે. શબ્દાનુપાત. શબ્દ, ખોંખારા વગેરે પડે પોતાની હાજરી જણાવવી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૮૧
Page #297
--------------------------------------------------------------------------
________________
રૂપાનુપાત. (ઉંચા થઈ) શરીર દેખાડી, સામા વાળાની દૃષ્ટિએ પડવું.
પગલક્ષેપ. આપણી ધારેલી ભૂમિની બહાર કોઈના તરફ કાંકરો આદિ નાખવો.
આદાન. કંઈ લેવું કરવું. ૧૩૧-૮. ઉત્સર્ગ. મળમૂત્ર આદિ પરઠવવાં.
સંસાર. સંથારો, બીછાનું દેહનો અસત્કાર સ્નાન, ભૂષા વગેરેનો ત્યાગ.
૧૩૧-૯. સ્મૃતિનો અભાવ. (વિધિ કરવાનું) વીસરી જવું. ૧૩૧–૯. ઉપસ્થાપનાનો અભાવ. સ્મરણશક્તિ જાગ્રત ન હોવી
call
૧૩૧-૧૨. સચિત્તક્ષેપ. સચિત્ત-દોષવાળી આહાર પાણીની વસ્તુ ઉપર પ્રાશક-નિર્દોષ વસ્તુ મુકવી. વિહિતક્ષેપ=નિર્દોષ ભોજ્ય પદાર્થોને દોષિત વસ્તુ વડે ઢાંકવા.
૧૩૧-૧૨. પારકાનો વ્યપદેશ. વસ્તુ પોતાની હોય છતાં પારકી છે એમ વ્હાનું કાઢવું.
કાલાતિક્રમદાન. ભિક્ષાનો સમય વીતી ગયા પછી, સાધુને અન્નપાનાદિ માટે બોલાવવા.
૧૩૧-૧૫. પૃષ્ટ ૧૨૮થી આરંભીને અહિં સુધી શ્રાદ્ધધર્મના આચાર અને અતિચાર ગણાવ્યા છે. ભીમસિંહ માણેકવાળા “સાર્થ પંચપ્રતિક્રમણ'ના મોટાં પુસ્તકમાં શ્રાદ્ધધર્મના અતિચાર સવિસ્તર વર્ણવ્યા છે તે વાંચવાની જિજ્ઞાસુઓને મારી ભલામણ છે.
૧૩૧-૨૪. શંકા. જિનેશ્વર ભાષિત વચન પર શંકા. કાંક્ષા. પરદર્શન પર અભિલાષા. વિચિકિત્સા, સત્કર્મના ફળને વિષે સંદેહ. સંસ્તવના. અહિં “પ્રશંસા તથા પરિચય” એમ ઉત્સર્પણા. ધર્મનું મહાભ્ય વધારવું; શાસન દીપાવવું.
૧૩૨–૧૭. આકપ્રમાણ. આઢક એક જાતનું માપ છે. (ચાર “પ્રસ્થ”).
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૮૨
Page #298
--------------------------------------------------------------------------
________________
૧૩૨-૧૮. અંદર આવ્યો. અંદર લાવવામાં આવ્યો. સિદ્ધકરેલો તૈયાર કરેલો, રાંધેલો.
૧૩૨-૨૦. યોગ્યચૂર્ણ અહિં “યોગચૂર્ણ' વાંચવું.
૧૩૪-૪. ગૌતમ ગણધરે દેશના આપી. શ્રી તીર્થકર ભગવંતની દેશના પૂરી થયા પછી બીજી પૌરૂષીને વિષે ગણધર દેશના આપવા બેસે છે–એના ત્રણ ગુણ બતાવ્યા છે. એક તો પ્રભુને ખેદાપનોદ એટલે વિશ્રાન્તિ મળે છે, બીજું શિષ્યનું સામર્થ્ય પ્રકાશમાં આવે છે. અને ત્રીજું, બન્ને બાજુએ (ગુરૂરાજ તથા શ્રોતૃવર્ગને) પ્રતીત થાય છે.
૧૩૪-૧૭. ઉત્તરસાધક. સહાયક.
૧૩૫-૧. ઈન્દુલેખાની પેઠે...ઈત્યાદિ. ઈન્દુલેખા એટલે ચંદ્રમા પરલોક પામે-અસ્ત થાય ત્યાં સુધી યોગીજનો આસનબદ્ધ રહે છે. પછી જ એઓનું આસનબંધન છૂટે છે અને એઓ સિદ્ધિ-મનોવાંછિત પ્રાપ્ત કરે છે–એ પ્રમાણે જ્યારે હું પરલોક પામું (મૃત્યુ પામું) ત્યાં સુધી તું સંસારબદ્ધ રહે. પછી છૂટીને તારૂં મનોવાંછિત પૂર્ણ કરજે.
૧૩૫-૭. સંધ્યાસમયના મેઘના રંગ...ચપળ જીવિત. મનુષ્યની જંદગીને સર્વ ધર્મવાળાઓએ આવા જ શબ્દોમાં વર્ણવી છે:
"Like the dew on the mountain, "Like the foam on the river, "Like the bubble on the fountain, “Thou art gone, and for ever."
(English poet). "Life is like a dream, a sleep, a shadow, a vapour, water spilt on the ground, a tale that is told, not only short but contemptible."
(The Bible) ૧૩૫-૨૬. સમુદ્રતરંગવત ચંચળ...ઈત્યાદિ. લક્ષ્મી, યૌવન આદિ, સંસારીની પ્રત્યેક વસ્તુની ચંચળતા દર્શાવનારો, પ્રભુ પાસે રક્ષણ માગતા ભક્તજનના મુખમાંથી નીકળેલો એક સુંદર શ્લોક જેમાં આ મેઘકુમારની સર્વ દલીલોનો સમાવેશ થઈ જાય છે, તે મને યાદ આવવાથી અહિં ટાંકી બતાવવાની અભિલાષા રોકી શકતો નથી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૮૩
Page #299
--------------------------------------------------------------------------
________________
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनम् प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः । लक्ष्मीस्तोयतरंगभंगचपला विद्युज्वलं जीवितम् तस्मान्मां शरणागतं शरणद त्वं रक्ष रक्षाधुना ॥ ૧૩૭-૨. ઉદ્ગમશુદ્ધ...ઈત્યાદિ. આ અને બીજા પ્રકારો મળીને ૪૭ પ્રકારે શુદ્ધ-એવો આહાર જ સાધુને ઉપયોગમાં આવી શકે છે. ૧૩૭-૫. ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ. જુઓ પૃષ્ટ ૭ ની ફૂટનોટ ૨-૩.
૧૩૭-૫. માસ-આદિ પડિમા. એક માસ આદિ પર્યન્ત કરાતી એક જાતિની તપશ્ચર્યા. શ્રાવક આવી અગ્યાર ‘પડિમા' વહન કરે, જ્યારે સાધુને એવી બાર વહેવાની કહી છે. જુઓઃ ફારસહિં વાસાલિમાર્દિ बारसहिं भिख्खुपडिमाहिं ।
૧૩૭-૯. પરીષહ. ક્ષુધા, તૃષા આદિ સહન કરવા રૂપ બાવીશ પરીષહો.
૧૩૬-૨૦. જીવિતને વિષે ક્યાં પ્રતિબંધ છે ? જીવિતની સાથે કયાં આત્યન્તિક સંયોગ છે ?
૧૩૭-૫. દ્રવ્યક્ષેત્ર આદિ અભિગ્રહ. અમુક જ દ્રવ્ય-પદાર્થ વાપરવાનો, તથા અમુક જ ક્ષેત્ર-અન્તર પર્યન્ત જવા આવવાનો નિયમ. ૧૩૭–૮. ગુરૂકુળ. ગુરૂનો આશ્રમ-ઉપાશ્રય.
૧૩૭-૨૦. દુ:ખેથી ઉખેડી શકાય... છેદવા એ સહેલું છે. અહિં “વાંસને છેદવા-કાપી લેવા એ સહેલું છે પરન્તુ જમીનની અંદરથી ઉખેડી કાઢવા દુષ્કર છે” એમ જોઈએ.
૧૩૮-૨૬. અષ્ટાન્શિક. આઠ દિવસ પર્યન્ત.
૧૩૯–૧૨. લૂણ ઉતારતી હતી. અવતરણ-ઉતારણ માથે ઉતારવાનો પ્રસિદ્ધ દેશાચાર છે.
૧૩૯-૨૭. સચિત્ત ભિક્ષા. કારણ કે ભિક્ષામાં ‘જીવન્ત જીવવાળી' વસ્તુ અર્થાત્ મેઘકુમારને આપવાનો છે.
૨૮૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #300
--------------------------------------------------------------------------
________________
૧૩૯-૨૮. સંપ્રદાન. યોગ્યપાત્ર. એનો બીજો અર્થ “યોગ્ય વસ્તુ પણ થાય છે.
૧૪૦-૭. યતનાપૂર્વક. જીવજન્તુની વિરાધના ન થાય એવી રીતે-સાવધાનતાપૂર્વક.
૧૪૦-૧૬. આવશ્યક “આવશ્યક’ એટલે અવશ્ય કરવાની વિધિપ્રતિક્રમણ. સામાન્યતઃ તો આવશ્યક છે છે:- સામાયિક, ચઉવિસત્યો (ચોવીશ જિનની સ્તુતિ), વાંદણા (વંદનક), પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચખાણ (પ્રત્યાખ્યાન). પણ અહિં એ શબ્દ એના રૂઢ અર્થમાં વાપર્યો છે. અર્થાત અહિં આવશ્યક એટલે “પ્રતિક્રમણ' લેવું. “પ્રતિક્રમણ' નો અર્થ “પાપનું અણકરવું'- undo, remove, destory sins પાપ ટાળવું-પાપ દૂર થાય એવું ક્રિયાવિધાન કરવું-એમ મૂળ સૂત્રમાં અર્થ કર્યો છેઃ
“મૂળ સૂત્રે પડિક્કમણું (પ્રતિક્રમણ) ભાખ્યું પાપતણું અણકરવું.” અથવા પ્રતિક્રમણ' નો એમ પણ અર્થ થાય કે “શુભયોગ થકી અશુભ યોગને વિષે ગમન થઈ ગયું હોય એમાંથી પાછું શુભ યોગને વિષક્રમણ કરવું (પ્રતિ ક્રમણ કરવું).”
સ્વાધ્યાય. ભણવું-ભણેલું વિચારવું. વાચના. ગુરૂ પાસેથી નવો પાઠ લેવો.
૧૪૦-૨૨. જેમ કાષ્ટ ઊંચકવામાં-ઉપાડવામાં “હાથ'નું કામ પડે છે, “ચપટી' કામ આવતી નથી; તેમ સાધુને રાત્રીના સંથારા માટે જગ્યા નિર્માણ કરી આપવામાં એનો દીક્ષાપર્યાય જોવાનો હોય છે; નહિં કે એની પૂર્વની સંસારી પદવી.
૧૪૦–૨૪. કુમુદપુષ્પોના સમૂહની પેઠે નિદ્રા આવી નહિં. કુમુદ પુષ્પોની જેમ ઉન્નિદ્ર રહ્યો. મેઘકુમાર, ઉન્નિદ્ર-નિદ્રા આવ્યા વિનાનો; કુમુદો (ચંદ્રવિકાસી કમળો), (રાત્રીએ) ઉન્નિદ્ર-અણ બીડાયલા-વિકસિત.
૧૪૧-૪. જિનમુદ્રા. ધ્યાન ધરતી વખતે જિનપ્રભુ ઉભા રહે એમ ઉભા રહેવું. બે ચરણ વચ્ચેનું અત્તર આગળ ચાર આંગળનું હોય, અને પાછળ એથી કંઈક ન્યૂન હોય એવી રીતે.
૧૪૧-૫. પાંચ શક્રસ્તવાદિક. શક્ર એટલે ઈન્દ્રમહારાજ એમણે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૮૫
Page #301
--------------------------------------------------------------------------
________________
કરેલી પ્રભુની સ્તવના, જે “નમુત્થણ' નામથી ઓળખાય છે એ, અર્થાત પાંચ “નમુત્થણ' વગેરે કહેવા પૂર્વક.
૧૪૧-૬. ક્ષેત્ર સમાસ. પૃથ્વી-પૃથ્વીપરના દેશો આદિ ભૂગોળ સંબંધી, હકીકતનું વર્ણન જેમાં કરેલું છે એવો ગ્રંથ છે.
૧૪૧–૧૧. વિભવ. વૈભવ-રાજપુત્ર તરીકેનું મહત્વ.
૧૪૨-૩. નૂતન ગૃહને વિષે...ઈત્યાદિ. નવા જ ઘરમાં, ઘર બંધાઈ તૈયાર થયું ત્યાં જ એમાં આગ લાગે-એમ..થયું.
૧૪૩-૨. સૂર્યના અશ્વો. આપણા કવિઓ જેમ, સૂર્યને અશ્વો જોડેલા રથમાં બેસી આકાશમાં સંચાર-પ્રયાણ કરતાં કહ્યું છે (અને એમની ધીમી કે ઉતાવળી ચાલને લઈને દિવસો લાંબા કે ટુંકા થાય છે એવી પણ અલંકારિક કલ્પના કરવામાં આવે છે) એમ પાશ્ચિમાત્ય કવિજનો પણ સૂર્યને એવા જ કાલ્પનિક લેબાસમાં વર્ણવે છે. જુઓ:
"Gallop apace, you fiery-footed steeds "Towards Phoebus' lodging; such a waggoner "As Phaeton would whip you to the west "And bring in night immediately".
(Romeo and Juliet). ૧૪૩-૨૦. જવાસાને લીલો જ રાખ્યો. “જવાસો' નામની વનસ્પતિ આવે ચે એ ગ્રીષ્મઋતુમાં લીલીછમ રહે છે અને ચોમાસામાં સૂકાઈ જાય છે.
૧૪૫-૨૩. જિનકભી. સ્થવિરકભી અને જિનકભી-એમ બે પ્રકારના મુનિ કહ્યા છે. જેનામાં, શ્રી જિનપ્રભુ પાળતા એવો કઠિન કલ્પ એટલે આચાર પાળવાની શક્તિ વિદ્યમાન હોય એ “જિનકભી'. (એ આચાર તપ, શ્રત, સત્વ, બળ અને વિહાર એ પાંચ વાનાં પરત્વે છે).
૧૪૬-૧. ભયભીત ભિલ જેમ. અહિં “બિલ લોકોથી ભય પામીને માણસ જેમ” એમ જોઈએ.
૧૪૬-૧૪. ત્રેતાયુગ. (૧) કૃતયુગ અથવા સત્યયુગ, (૨) ત્રેતાયુગ, (૩) દ્વાપરયુગ અને (૪) કલિયુગ-આમ ચાર યુગ ગણાવ્યા છે. એમાં ધર્મ અનુક્રમે ઘટતો ઘટતો પળાતો આવ્યો છે. કૃતયુગમાં ૨૮૬
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #302
--------------------------------------------------------------------------
________________
પૂર્ણપણે, સૌએ સો ટકા પળાતો ધર્મ ચાર પગે ઉભેલો કલ્પ્યો છે. ત્રેતાયુગમાં એથી ઓછો, પોણોસો ટકા પળાતો, એટલે ત્રણ પગે ઉભેલો કલ્યો છે. એજ પ્રમાણે ‘દ્વાપર' માં બે પગે ઉભેલો કસ્યો છે. અને વર્તમાન ‘કલિયુગ' માં એક પગે ઉભેલો કલ્પ્યો છે, કારણ કે બહુ જ જુજ પાળવામાં આવે છે.
,
૧૪૬-૨૨. કુતીર્થિઓ. કુગુરૂના અનુયાયીઓ; અધર્મીઓ. ૧૪૭-૨૬. અમૃતમય કળા નથી ઉત્પન્ન કરતો નથી લાવતો ?
? અમી
૧૪૮-૨. વિરૂપ. અયોગ્ય, અઘટિત.
૧૪૮-૧૦. એકાદશ અંગ. આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશાંગ, અંતકૃતદશાંગ, અનુત્તરોપપાતિક, પ્રશ્નવ્યાકરણ, અને વિપાક-એમ શાસ્ત્રના અગ્યાર અંગ કે સૂત્રો કહ્યા છે.
૧૪૮–૧૭. ઉત્ક્રુટિક. અહિં ‘ઉત્કટિક' વાંચવું. ઉત્કટિક=ઉભડક. વીરાસન. યોગી લોકો ધ્યાનનિમગ્ન અવસ્થાને વિષે શરીરને અમુક અમુક સ્થિતિમાં રાખે છે, બેસે છે એ સ્થિતિ posture ને ‘આસન' કહે છે. ( મા=બેસવું. એ ઉપરથી). એવાં ઘણી જાતનાં આસન છે. એમાંનું એક ‘વીરાસન' છે. પ્રભુની પ્રતિમાનું જે પ્રમાણેનું આસન દેવાલયમાં હોય છે તે ‘વીરાસન,' કે પર્યંકાસન કહેવાય છે બીજા આસનો ‘ભદ્રાસન,' ‘પદ્માસન' વગેરે છે.
૧૪૮-૨૫. અસ્થિ અને ચર્મ...ઈત્યાદિ. માત્ર હાડ અને ચામડી બાકી રહે ત્યાં સુધી તપશ્ચર્યા કરી કરીને શરીર ગાળી નાખવું. ૧૪૮-૨૭. અનશન. મૃત્યુ નજીક આવ્યું જાણી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો તે. (અન્ + અશન).
૧૪૯–૧૨. સિંહની પેઠે અને વળી કવચધારીની પેઠે. સિંહ જેટલું બળ, અને વળી શરીરે બખ઼ર-એમ બેવડા બળથી,' ૧૪૯-૧૬. વિદેહ. મહાવિદેહ ક્ષેત્ર.
૧૪૯-૧૭. પંચપરમેષ્ઠી. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૮૭
Page #303
--------------------------------------------------------------------------
________________
૧૪૯-૧૭. બ્રાહ્મ મુહૂર્ત. રાત્રીનો છેલ્લો પહોર “બ્રાહ્મ મુહૂર્ત કહેવાય છે.
૧૪૯-૨૩. ગૃહચૈત્ય. ઘરદેરાસર.
૧૪૯-૨૪. પ્રભુની પ્રતિમા સમક્ષ પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાના એટલે નિરાદર, અમુક જાતનો ત્યાગ-પચ્ચખ્ખાણ. એ પચ્ચખાણ આદિ દેવગુરૂની સમક્ષ કરવાનું કહ્યું છે; એટલા માટે કે સાક્ષીમાં કર્યું હોય તો પછી એમાં દઢ રહેવાય, અસ્થિર ન થઈ જવાય.
૧૪૯-૨૫. ત્રણ નિરિસહી. ત્રણ નૈષેલિકી-અમુક અમુક વ્યાપારનો નિષેધ-ત્યાગ કરૂં છું એમ કહેવા રૂપ. (૧) ઘરસંબંધી વ્યાપાર-કાર્યોનો ત્યાગ કરૂં છું એમ દેરાસરના મુખ્ય દ્વારે પ્રવેશતાં જ બોલે. (૨) રંગ. મંડપમાં પ્રવેશ કરતાં દેરાસર સંબંધી કાર્યોના વિચારનો ત્યાગ કરું છું એમ બોલે. (૩) પ્રભુ સન્મુખ રહી દર્શન કરે તે પહેલાં જિનપૂજા સંબંધી સર્વ વિચારોનો ત્યાગ કરું છું એમ બોલે. એમ ત્રણ સ્થળે ત્રણ નિસિહી કહે.
૧૫૦-૮. સ્થાપના સ્તવન. પાંચ પ્રકારના સ્તવન કહા છેઃ (૧) “નમુત્થણ કે શકસ્તવ; (૨) “અરિહંત ચેઇયાણં' કે ચૈત્યસ્તવ અથવા સ્થાપનાસ્તવ; (૩) “ચઉવિસથ્થો” કે “લોગસ્સ' અથવા નામસ્તવ; (૪) “પુખ્ખરવટ્ટિ' કે શ્રુતસ્તવ અને (૫) “સિદ્ધાણં બુદ્ધાણં' કે સિદ્ધસ્તવ. આ પાંચ સ્તવનો પાંચ “દંડક' કહેવાય છે.
૧૫૦-૯. સ્તુતિગર્ભ. જેમાં (ચાર) સ્તુતિ આવે છે એવું.
૧૫૦-૯. મુક્તાશક્તિ મુદ્રા. મોતીની બે છીપ જોડાયેલી હોય એવી રીતે બંને હાથ પોલા રાખીને જોડવા એ.
૧૫૦-૧૨. વર્ણાર્થપ્રતિમાત્રિક. વર્ણ શુદ્ધ ઉચ્ચાર કરવો. અર્થ બોલવું તે સમજતા જવું; પ્રતિમા=પ્રભુની પ્રતિમા સમક્ષ દષ્ટિ રાખવી;એ ત્રણવાનાં. આ ત્રિકને વર્ણાદિ ત્રિક અથવા આલમ્બન ત્રિક પણ કહે છે. આવાં દશ ત્રિક કહ્યાં છેઃ નિસિહિત્રિક, પ્રદક્ષિણાત્રિક, પ્રણામત્રિક, પૂજાનિક, અવસ્થાનિક, દિશિત્રિક (ત્રણ દિશાએથી દષ્ટિ સંહરી લઈ પ્રભુપ્રતિમા સમીપ જ રાખવી), પ્રમાર્જનસિક, આલંબનત્રિક, પ્રણિધાનસિક અને મુદ્રાસિક.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૮૮
Page #304
--------------------------------------------------------------------------
________________
રહ્યા છેબાહ. આ બાજુ
૧૫૦-૧૫. દ્વાદશાવર્ત વન્દન. જેમાં બાર “આવર્ત આવે છે એવું વન્દન. બે વખત “વાંદણા' બોલીને વંદન કરીએ છીએ એમાં અકેક “વાંદણા' માં ત્રણ ને ત્રણ છ “આવર્ત આવે છે એટલે બે વાંદણા” માં બાર “આવર્ત' આવ્યાં.
વંદનના ત્રણ પ્રકાર કહ્યા છેઃ- (૧) બે હાથ જોડીને, (૨) બે ખમાસમણા દઈને, (૩) બે વાંદણા બોલીને. આ ત્રીજું-તે દ્વાદશાવર્તી વંદન. જુઓ. “ગુરૂવંદનભાષ્ય' ની ગાથા પહેલી.
૧૫૦-૧૭. સંયમ તથા શરીરની નિરાબાધતા. શરીર બાધારહિત-સ્વસ્થ છે કે ? સંયમ પણ નિબંધિતપણે પળાય છે કે ?
૧૫૦-૨૦. માધ્યાબ્દિક જિનપૂજન. ત્રણ વખત પૂજન-અર્ચન કરવાનું કહ્યું છે:-પ્રાત:કાળે મધ્યાન્હ અને સંધ્યાકાળે.
૧૫૦-૨૧. અન્નપાનથી...પ્રતિલાભી. મુનિઓને અન્નપાન વહોરાવી.
૧૫૨-૯. પટ્ટરાણી સુસેનાંગજા. અહિં “સુસેનાંગજા વગેરે પત્નીઓ' એમ વાંચવું. શ્રેણિક રાજાની બ્લેન સુસેનાની અંગજાપુત્રીને અભયકુમાર પરણ્યો હતો. (ફઈની પુત્રીને પરણવાનો નિષેધ નહિ હોય.)
૧૫૨-૧૦. પરસ્પર શત્રુભાવરહિત...ઈત્યાદિ. ધર્મ, અર્થ અને કામને, પરસ્પર-માંહોમાંહે વિરોધ ન આવે એવી રીતે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૮૯
Page #305
--------------------------------------------------------------------------
________________
સર્ગ ચોથો
૧૫૪–૧. દંતવીણા વગાડવી. અતિશય ઠંડીને લીધે દાંત ધ્રુજે અને નીચેના દાંત ઉપલાની સાથે અથડાય તેથી વીણાની જેવો અવાજ થાય એને “દંતવીણા વગાડવી' કહે છે.
૧૫૪-૩. પરિરંભ. આશ્લેષ. શીતાપનોદ=શીત-થંડીને દૂર કરવી તે; હુંફ.
૧૫૫-૬. કાયોત્સર્ગ. કાયાની સર્વ ચેષ્ટાઓ રૂંધી, ઉભા રહી. ધ્યાન ધરવું. કર્મ ખપાવવાં. કર્મનો ક્ષેપ કરવો, કર્મનો ક્ષય કરવો.
૧૫૫–૧૬. પુર. (૧) નગર, (૨) શરીર.
૧૫૫–૧૬. જીવ કર્મપ્રકૃતિસહિત ઈત્યાદિ. પોતાની સમગ્ર ૧૫૮ પ્રકૃતિ સહિત આઠે કર્મ જીવની સાથે લાગેલા જ છે માટે જ્યાં જ્યાં એ જીવ સંચાર કરે ત્યાં ત્યાં કર્મપ્રકૃતિ સાથે જ હોય સાથે જ સંચાર કરે.
૧૫૫-૨૧. પ્રચ્છદપટ, ઓઢવાનું વસ્ત્ર. આપ્તજન. સમ્બન્ધી જન. મલીમસ. (૧) કૃષ્ણવર્ણા, શ્યામ. (૨) દુષ્ટ.
૧૫૭-૧૩. એક બાજુએ સિંહ ને બીજી બાજુએ નદી. આ “વ્યાવ્રતટી ન્યાય” કહેવાય.
૧૫૮-૨૫. દિવ્ય. શાસ્ત્રમાં અપરાધીની પરીક્ષા કરવા માટે અમુક શિક્ષાઓ (ordeals) કહેલી છે તે “દિવ્ય' કહેવાય છે. આવા “દિવ્ય વખતે પંચમ લોકપાળ એટલે રાજા હમેશાં સાક્ષી રહે છે–રાજાની હાજરી એવે વખતે હોય છે. સોમ, યમ, વરૂણ અને કુબેર એ ચાર લોકપાળ તો કહેવાય છે. રાજાને પાંચમો લોકપાળ (લોકોનું પાલન કરનાર) ગણાવ્યો.
૧૫૯-૨૧. સૌ પોતપોતાને અદ્વિતીય માને છે. અહિં “માણસા બીજો જ થઈ જાય છે–બદલાઈ જાય છે.” એમ જોઈએ. ૧૬૦-૧૯. રસયુકત. (૧) કરૂણા, હાસ્ય વગેરે રસયુક્ત-રસિક
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૦.
Page #306
--------------------------------------------------------------------------
________________
(કાવ્ય); (૨) ભીનાશવાળું (વૃક્ષ). પ્રસન્ન સહેલાઈથી સમજી શકાય એવું (કાવ્ય); મંગળમય (વૃક્ષ).
૧૬૦-૨૪. પ્રવાલ. (૧) સમુદ્રમાં ઉત્પન્ન થાય છે તે પ્રવાળા'; (૨) વૃક્ષના કુંપળીઆ.
૧૬૧-૫. “વિધાન'ની જગ્યાએ “મંગળ વિધાન' જોઈએ. “ત્રણ મંગળે કરીને સહિતની જગ્યાએ “સિદ્ધ' જોઈએ.
૧૬૨-૧૬. માતંગ ચંડાળ.
૧૬૨-૨૪. અનામિની વિદ્યાને બળે ઊંચી વસ્તુ નીચી નમે છે, અને ઉન્નામિની વિદ્યાને બળે, નીચી નમેલી પાછી ઊંચી જાય છે.
૧૬૩-૧૬. ત્રણ રસ્તા ભેગા મળે તે સ્થાન ત્રિક; ચાર ભેગા મળે તે ચતુષ્ક, ચોક કહેવાય છે. ચત્ર ઘણા રસ્તા ભેગા મળે તે સ્થાન,
૧૬૬-૩. અસ્ત પામતો સૂર્ય. આપણા સંસ્કૃત કવિવરો જેમ સૂર્યાસ્ત’ ને માટે નવનવીન અલંકારિક કલ્પનાઓ ઉઠાવે છે તેમ અન્ય પ્રજાના કવિવરો પણ એવી કલ્પનાઓ રચવામાં પાછા પડતા નથી. જુઓ – "Now deep in ocean sunk the lamp of light”
(Homer's lliad VIII, 605.) ૧૬૭–૨૩. સત્યને વિષે નિરત. પોતાની પ્રતિજ્ઞા પાળવાવાળા. નિરત અનુરક્ત.
૧૭૦-૩. પોતામાંથી (કમળમાંથી) બહાર નીકળતા ભ્રમર. સંધ્યાકાળે ભ્રમર કમળમાં પેસે છે તે રાત્રી પડે છે તોયે અંદર ને અંદર બેસી રહે છે. એટલામાં તો એ કમળ પુષ્પો બીડાઈ જાય છે એટલે એ અંદર રહી જાય છે અને વળતા દિવસની પ્રભાતે બહાર નીકળવા પામે છે (અંદર રહી ગયેલા અને પ્રભાત થવાની વાટ જોતા એક ભ્રમરની થયેલી દશા વિષે “ભ્રમરાષ્ટક' માંનો એક કરૂણોત્પાદક શ્લોક સેંકડો મનોરથો કરતા સંસારી માનવીને વિચારવા જેવો છે :
रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम्
भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः । અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૧
Page #307
--------------------------------------------------------------------------
________________
इत्थं विचिन्तयति कोशगते द्विरेफे हा हन्त हन्त नलिनीं गज उज्जहार ॥
૧૭૦-૨૪. અનન્ત બુદ્ધિના નિધાન એવા. અહિં “હે અનન્ત બુદ્ધિનિધાન (કુમાર), એના” એમ વાંચવું.
૧૭૩-૧૯. અસ્થૂલ મુખવાળા. કૃશ-પાતળા મ્હોંવાળા. આ બધાં ઉત્તમ જાતિના અશ્વનાં લક્ષણો છે.
૧૭૪–૧૩. જુગુપ્સા. ઘૃણા, તિરસ્કાર.
૧૭૪-૯. ગંધ હસ્તિ. ઉત્કટ મદગંધવાળો હાથી.
यस्य गन्धं समाघ्राय न तिष्ठन्ति प्रतिद्विपा: । तं गन्धहस्तिनं प्राहुः नृपतेर्विजयावहम् ॥
૧૭૪-૧૯. પર્યન્ત દેશ. છેવાડે આવેલો, ખુણે પડી ગયેલો દેશ.
૧૭૪-૧૯. શાલિગ્રામ નામના ગામડામાં ધનાઢ્ય વણિક. ઈત્યાદિ. ગામડા ગામમાં વળી ધનવાન કેવો ?' એવી કોઈ શંકા કરે તે દૂર કરવા માટે કાવ્યકર્તા દૃષ્ટાન્ત આપે છે કે કમળ જેમ જળમાંયે હોય ને સ્થળને વિષે પણ હોય એમ ધનવાન શહેરમાંયે હોય તેમ ગામડામાં પણ હોય. (સિદ્ધાન્તને દૃષ્ટાન્ત વડે સિદ્ધ કર્યું છે). ૧૭૪-૨૩. યુગ. ધોંસરૂં.
૧૭૫-૨. સત્યાનુરક્ત. સત્યા-સત્યભામાને વિષે અનુરક્ત છતાં ‘જનાર્દન'-કૃષ્ણ નહિં એમ કહેવું એ વિરોધ. એ (વિરોધ), સત્યને વિષે અનુરક્ત છતાં ‘જનાર્દન'-લોકોને દુખ દેનારા નહિં-એમ અર્થ કરીને શમાવવો. (વિરોધાભાસ અલંકાર).
૧૭૫-૧૧. એષણીય અન્નપાન...ઈત્યાદિ. એમને વિશુદ્ધ અન્નપાન વહોરાવ.
૨૯૨
૧૭૫–૧૭. (શ્રૃંગારને વિષે) મૂઢ. મોહવાળી.
૧૭૫-૧૯. અચિત્ત જળ. અગ્નિથી પાકું કરેલું-ઉકાળેલું જળ. ૧૭૫-૨૦. ચાક્રિક. કુંભાર; તેલી. બંનેના શરીર એમના એવા ધંધાને લીધે ચીકણા હોય છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #308
--------------------------------------------------------------------------
________________
૧૭૫-૨૬. આલોચના. પોતાથી કંઈ પાપાચરણ થઈ ગયું હોય એ ગુરૂ સમક્ષ પ્રકાશિત કરી એને માટે પશ્ચાત્તાપ કરવો. “આલોચના” નો શબ્દાર્થ “વિચારી જવું” છે.
૧૭૬-૧૭. અતીત, અનાગત અને વર્તમાનના જાણનારા. આવું જ્ઞાનબળ ધરાવનારા મહાત્માઓની વાત, કુરૂક્ષેત્રના યુદ્ધને વર્ણવતા મહાભારત'ના સહોદર જેવા, Iliad માં મહાન ગ્રીક કવિ હોમરે પણ કરી છે. જુઓ:
"That sacred seer whose comprehensive view “The past, the present and the future knew."
| (lliad Bk. I. L. 93-94.) ૧૭૭-૨૧. અહમિંદ્ર. જેને માથે કોઈ સ્વામી નહિ એવા ઈન્દ્ર. (નવ “રૈવેયક” તથા પાંચ “અનુત્તર વિમાન” ના ઈન્દ્ર અહમિન્દ્ર છે.)
૧૭૭-૨૭. સૂર્યની મૂર્તિના કિરણો. સૂર્યના કિરણો. સૂર્ય અહિં કુમારિકાનું ઉપમાન છે તે એની “જાતિ'નું જોઈએ માટે “સૂર્ય' શબ્દની જગ્યાએ “સૂર્યની મૂર્તિ -એ શબ્દ વાપર્યો છે.
૧૭૮-૧૮. પૂર્વે દ્વારિકામાં કરવામાં આવ્યું હતું એમ. શ્રી કૃષ્ણના શાંબ અને પ્રધુમ્ન નામના પુત્રોએ, મદિરાના નશામાં કરેલા પ્રાણાંતક પ્રહારથી કોપાયમાન થયેલા દ્વિપાયન ઋષિએ મૃત્યુ પામ્યા બાદ અસુરના અવતારમાં દ્વારિકા નગરીને અગ્નિનો વર્ષાદ વરસાવી ભસ્મસાત કરી તે વખતે જેમણે જેમણે “ચારિત્ર' લેવાની ઈચ્છા જણાવી હતી તેમને ખાત્રી કરી કરીને અંદરથી બહાર કાઢ્યા હતા-એમ વાત છે.
૧૮૦–૧૧. કાશ્યપ મુનિની પેઠે. પોતાની પુત્રી ન્હોતી એવી શકુન્તલાને આપીને કાશ્યપ ઋષિ દુષ્યન્ત રાજાના શ્વશૂર થયા હતા એમ.
૧૮૦-૬. નવે નિધાન...વગેરે. અત્યારે પ્રચલિત કહેવત આમ છે-નિધિ અને અષ્ટ મહાસિદ્ધિ.
૧૮૦-૧૭. પાંચ પ્રકારના વિષયો. પાંચે ઈન્દ્રિયોના વિષયો. ૧૮૦-૧૧. રાજ્યલક્ષ્મીની સાથે રહે. રાજ્યવૈભવ ભોગવે. ૧૮૧-૨૮. હીલના કરવી. અપવાદ બોલવા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૯૩
Page #309
--------------------------------------------------------------------------
________________
૧૮૯. યાતના. નરકમાં ભોગવવી પડતી ઘોર શિક્ષા. ૧૮૨-૨૦. વિષ્ણુની પેઠે...ઈત્યાદિ. જેને જેને ચારિત્ર લેવાનું મન થતું એ સર્વને, પોતાના પુત્ર પુત્રીઓને સુદ્ધાં, શ્રીકૃષ્ણે પાસે રહીને દીક્ષા અપાવી હતી.
૧૮૨–૨૭. ભાગ્ય અને બળ...ઇત્યાદિ. ભાગ્ય અને બળ બંનેને પોતાના એકત્ર રાખતો એવો (એ લોહખુર). કહેવાનો ભાવાર્થ એવો છે કે એ બળવાન હતો તેમ ભાગ્યાશાળી પણ હતો.
૧૮૩-૧૪. ચંદ્રમા કરતાં. અહિં “ચંદ્રમાના પુત્ર-રૌહિણેય અર્થાત્ બુધના ગ્રહ કરતાં” એમ જોઈએ.
૧૮૩-૧૪. અમિત્રમંડળની દૃષ્ટિએ...ઈત્યાદિ. બુધનો ગ્રહ જ્યાં જ્યાં સંચાર કરે છે ત્યાં ત્યાં એ અમિત્રમંડળનું લક્ષ્ય બને છે; અને આ ચોર જ્યાં જ્યાં સંચાર કરે છે ત્યાં ત્યાં અમિત્રમંડળનું લક્ષ્ય બનતો નથી. માટે ચોર એ ગ્રહ કરતાં અધિક, ગ્રહપક્ષે અમિત્રમંડળ=
સૂર્યમંડળ નહિં. અર્થાત્ એ સૂર્યમંડળની દૃષ્ટિએ પડતો નથી, સૂર્યમંડળથી બહુ દૂર છે. ચોરપક્ષે અમિત્રમંડળ=શત્રુમંડળ એનું લક્ષ્ય એ ચોર બનતો નહિં-શત્રુઓથી પકડાતો નહિં. ‘મિત્ર' શબ્દના (૧) દોસ્તદાર, અને (૨) સૂર્ય-એ બે અર્થ પર અહિં કવિએ અલંકાર રચ્યો છે.
૧૮૪–૮. તુંડને તેમજ મુંડને મુંડનારૂં. તુંડ=મુખ, મુંડ=માથું. એ વીર મુંડને તો મુંડે છે-પણ સાથે તુંડને-મોઢાને પણ મુંડે છે (મોઢાને મુંડાય નહિ છતાં એમ કરે છે). આંખો મીંચીને બધાને મુંડે છે-દીક્ષા આપે છે.
૧૮૬-૨. ઉત્તર કાળને વિષે. ભવિષ્યમાં જે વેદનાનું ફળ...ઈત્યાદિ. માટે સરખાવો અંગ્રેજી કહેવત All's well that ends
well.
૧૮૬-૧૪. કાન બંધ કરી દીધા તે જાણે...ઈત્યાદિ. સરખાવો:"And so locks her in embracing, as if she would pin her to her heart that she might no more be in danger of losing." (Shakespeare's Winter's Tale Act. V.2) ૧૮૭–૪. શ્રેણિકનું કહેવું એમ છે કે પિત્રાઈ, ભાણેજ કે જમાઈને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૯૪
Page #310
--------------------------------------------------------------------------
________________
વૃથા પગાર આપવો પડે. પણ તને શી બાબત આપવો.
૧૮૭-૧૬. બપોર પછીની છાયાની પેઠે. આપણી બપોર પછીની છાયા લાંબી લાંબી થતી જાય છે અને આગળને આગળ જ ચાલ્યા કરે છે એથી પકડાતી નથી, તેમ એ ચોર પણ પકડાતો નથી. ૧૮૯-૪. આરક્ષક. પોલીસના માણસો.
૧૮૯-૫. અપુણ્યરાશિ. જેની પાસે પૂર્વભવની પુણ્યરૂપી કમાણી કાંઈ ન હોય એવા; પુણ્યહીન.
૧૯૧-૩. વરને શ્લોકાદિ ઉત્તમ કાવ્યો પૂછવામાં આવે છે. અત્યારે ગુજરાતમાં આ રિવાજ પ્રચલિત છે.
૧૯૧–૧૫. સુરસ્વરૂપ પ્રતિપાદન કરનારી. દેવતાને ઓળખાવનારી. ૧૯૨-૧૧. ઈતર. (ઉચ્ચફળવાળા સિવાયના) બીજા; નિકૃષ્ટ
ફળવાળા.
૧૯૪-૨૩. વિષમેષુ. વિષમ-અસહ્ય ઈષુ-બાણ જેનાં છે એવો. ૧૯૪-૧૬. વિરતિને યોગ્ય થાઉં. વ્રત-દીક્ષા લેવાની યોગ્યતા મારામાં આવે ત્યારે.
૧૯૫-૧૭. નિષ્ક્રમણોત્સવ. નિષ્ક્રમણ-સંસારમાંથી નીકળી જવું એ વખતે અર્થાત્ દીક્ષા લેતી વખતે કરવામાં આવતો ઉત્સવ. ૧૯૬-૧. દ્રવ્યથી કૃશ. અત્યન્ત તપશ્ચર્યાને લીધે શરીરે કૃશ
દુર્બળ.
‘ભાવ' થી કૃશ. જેની સર્વ ઈચ્છાઓ-તૃષ્ણા આદિ કૃશ એટલે પાતળી પડી ગઈ છે, ઘટી ગઈ છે એવો.
૧૯૬-૩. ઉચ્ચ સંલેખના. મરણ સમયે મોક્ષની આરાધના કરવી તે; મોક્ષ પ્રાપ્ત કરવાની કરણિ કરવી તે.
૧૯૬-૩. પાદપોપગમન કરી. પડી ગયેલાં વૃક્ષ આદિ જેમ એક જ સ્થિતિમાં પડ્યા રહે છે તેમ પડ્યા રહી. (પાદપ-વૃક્ષ આદિની જેમ ઉપગમન કરી).
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૯૫
Page #311
--------------------------------------------------------------------------
________________
સર્ગ પાંચમો) ૧૯૭-૫. નિમાળાથી યુક્ત. અહિં “નિમાળાથી ભરપૂર' વાંચવું.
૧૯૭-૧૪. નિન્દા મૂર્ખ જનોની...ઈત્યાદિ. અહિં “કુટ્ટન મુંઢાઓને વિષેજ હતું” એમ વાંચવું. મુંઢા એટલે વૃક્ષના ઢીમચાં એઓને જ કુટવા-કાપવા પડતા. (લોકોને વિષે છેદન, બન્ધન, કુટ્ટન કે નિપીડન-એમાંનું કંઈ પણ દુઃખ ન્હોતું.).
૧૯૭-૨૧. મહાપતિઓ નાસી જતા હતા. અહિં “મહીભૂતો પણ નષ્ટ થતા હતા” એમ વાંચવું. મહીભૂત (૧) રાજા, (૨) પર્વત. નષ્ટ થતા હતા (૧) નાશી જતા હતા, (૨) નાશ પામતા હતા.
૧૯૮-૧૬. રાવણને અને શિવને હતી તેવી મૈત્રી. જૈન માન્યતા અનુસાર રાવણ દઢ શ્રદ્ધાવાન સમકિતી શ્રાવક હતો. એવાને શિવની સાથે મૈત્રી કે પરિચય હોવાની વાત આ કાવ્યગ્રંથના કર્તા શા માટે અને કયા જૈનગ્રંથમાંથી લાવ્યા હશે?
૧૯૮-૨૧. કૃષ્ણલવણ, નિમ્નપત્ર આ બે વસ્તુને એના સ્કુટ અર્થમાં લઈએ તો તે કંઈ નવાઈની વસ્તુ તરીકે દૂર દેશાવર ભેટ મોકલવા જેવી કહેવાય નહિં. માટે એ બે કોઈ નવાઈની અમૂલ્ય વસ્તુઓ હોવી જોઈએ.
૧૯૮-૨૬. ચક્ર. (૧) ચક્રવાક પક્ષી (જેને, સૂર્ય હોય ત્યારે સંયોગરૂપ આનન્દ થાય); (૨) માંડળિક રાજાઓનું મંડળ.
૧૯૯–૧. વૃત. (૧) અન્ધકાર, (૨) વિરોધીઓ.
૧૯૮-૧૨. કાર્તિકેયની જેમ અપ્રતિહત શક્તિવાળો. શક્તિ (૧) સામર્થ્ય (૨) કાર્તિકેયનું એ નામનું શસ્ત્ર. અપ્રતિહત=જેને કોઈ હઠાવી ન શકે એવું. જુઓ:
માસી રૂવ પ્રતિદત: ક નામ રાજા” શ્રીમદ્ બાણભટ્ટની કાદમ્બરી પૃષ્ટ ૧. ૧૯૯-૧૧. શાશ્વતી. કાયમની, હમેશને માટે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૨૯૬
Page #312
--------------------------------------------------------------------------
________________
૧૯૯–૧૪. ઉત્પત્તિની બુદ્ધિ. બુદ્ધિનો એક પ્રકાર છે. Presence of mind.
ટહુકાર (મયૂરના); શબ્દો (રાજાના).
૨૦૦-૨૨. માસક્ષપક ચંડકૌશિક, મહિનાના ઉપવાસ કરનાર ચંડકૌશિક નાગ. એવી કથા છે કે એ નાગ લોકોને બહુ હેરાન કરતો હતો, પણ પાછળથી શ્રી વીરના પ્રતિબોધતી વૈરાગ્ય પામી માસક્ષમણ કરી મૃત્યુ બાદ જ્યોતિષ્ક દેવતા થયો હતો. (જો એણે વ્રત વિરાણું ન હોય તો એ એ કરતાં ચઢીયાતો વૈમાનિક દેવ થયો હોત.)
૨૦૦-૨૬. સિદ્ધિ હાથને વિષે જ છે. સિદ્ધિ-મોક્ષ નજીક જ છે–એ આÁક “ભવિ' જીવ છે.
૨૦૧૧. અદ્ધભાગ અદ્ધભાગોની સાથે...ઈત્યાદિ. અડધા અડધાઓની સાથે અને પાવલી પાવલીઓની સાથે જ ભળે છે.
૨૦૩-૧૩. કુમુદિની. કુમુદપુષ્પો. ચન્દ્રમાં અને આ જાતિનાં કમળોને અત્યન્ત રાગ છે. ચંદ્રોદય થયે એ કમળો પ્રફુલ્લિત થાય.
છે.
૨૦૪-૨૪. ચકોર (જેમ ચન્દ્રમાના દર્શન ઈચ્છે છે). ચંદ્રમાના જ કિરણોનું પાન કરીને રહેવું કહેવાતું પક્ષીવિશેષ. ચંદ્રચકોરની પ્રીતિ સુપ્રસિદ્ધ છે.
૨૦૬૮. ધર્મને અર્થે કપટ કરવું સુંદર છે ! કોણ જાણે કયી અપેક્ષાએ ગ્રન્થકર્તાએ આ વાત કહી હશે-એ કંઈ સમજાતું નથી. શિષ્યપરંપરા વધારવાના મોહમાં ફસેલા અત્યારના સાધુનામધારી મહાત્માઓ અને એમને સહાય કરનારા ઉપાસક શ્રાવકો રખે આ વાક્યના બળપર એમની દલીલોનો પાયો ચણતા ! ધર્મને નામે અને ધર્મને માટે કહીને વર્તમાનમાં કોઈ કોઈ અયોગ્ય કાર્યો થતાં જોવામાં આવે છે એ કાર્યો તો સર્વથા વર્ય જ સમજવાં. એને આ વાક્યનું “જોર' મળી શકે નહિ.
૨૦૬-૨૧. દર્શન. જ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રિકમાનું એક.
૨૦૬-૧૯. ઉન્નત ગુણસ્થાન. ઉંચુ ગુણસ્થાન. જુઓ પૃષ્ટ ૨૯ પં. ૧૫નું ટિપ્પણ. ચઢતે ચઢતે ગુણસ્થાને અવનતિનો અવકર્ષ થતો જાય છે અને ઉન્નતિનો ઉત્કર્ષ થતો જાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૯૭
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૦૭-૨. પ્રતિબંધ. નડતર. ૨૦૭–૪. ભોગાવળી કર્મ. સંસાર ભોગવવા રૂપ કર્મ.
૨૦૮-૧૦. સુધાથકી પર એવું ભોજન...ઈત્યાદિ. અહિં “સુધા (ભૂખ), અને ભાવતા ભોજનની પ્રાપ્તિ-એ બે એકસાથે કોઈ ભાગ્યશાળીને જ થાય છે.” એમ જોઈએ. (ભૂખ લાગી હોય અને ભાવતું ભોજન મળી જાય-એવું કોકને જ થાય છે).
૨૦૮-૨૨. જેનો કોઈ સ્વામી ન હોય એવું ધન રાજાનું છે. પૂર્વે નિપુત્ર ગુજરી જતા ધનિકોનું ધન રાજાના ભંડારમાં જતું. જુઓ:
नौव्यसने विपन्नस्य सार्थवाहस्य धनमित्रस्य राजगामी अर्थसंचयः
(શકુન્તલા નાટક અંક ૬ છે.) વળી પુત્ર નાગકેતુના મૃત્યુથી નિષ્પન્ન થયેલા શ્રેષ્ઠીનું દ્રવ્ય હસ્તગત કરવા આવેલા રાજાની વાત કલ્પસૂત્રમાં પણ છે.
૨૦૭–૧૨. ગુરૂ આદિના ઉપદેશ વિના, કોઈ વસ્તુના નિમિતે કરીને બોધ પામેલા પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. એમની સંખ્યા ચૌદહજાર કહેવાય છે. એમાં વિશેષ પ્રસિદ્ધ ચાર છે. વળી પોતાની મેળે જ, જાતિસ્મરણ વગેરેથી પ્રબુદ્ધ થાય એઓ “સ્વયંબુદ્ધ' કહેવાય છે.
૨૧૦-૧૬. એની સાથે પ્રકા...ઈત્યાદિ. એને દેવાનો સંકલ્પ કર્યા પછી.
૨૧૦-૧૮. પુરૂષોના વચનની પેઠે કન્યા...ઈત્યાદિ. જુઓ - सकृत् जल्पन्ति राजानः सकृत् जल्पन्ति सज्जनाः। सकृत् कन्याः प्रदीयन्ते त्रीण्येतानि सकृत्सकृत् ॥ ૨૧૧-૧૩. લક્ષણ. વિશિષ્ટલિંગ characteristic. (શ્લોકનું).
૨૧૧-૧૬. પંચધારાએ વહેતી...ઈત્યાદિ. અહિં “તૃપ્તિ પર્યતા જમી ઉભા થયેલાને જેમ પાંચધારી લાપશી પણ અરૂચિકર છે તેમ” અમે જોઈએ.
૨૧૧-૨૮. માધુકરી વૃત્તિ. મધુકર-ભ્રમર પુષ્પમાંથી રસ ચૂસે છે પણ પુષ્પને ઈજા આવવા દેતો નથી તેમ સાધુ-યોગીજન ગૃહસ્થને
૨૯૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #314
--------------------------------------------------------------------------
________________
ત્યાંથી ભિક્ષા લે છે તે એને અડચણ ન આવે, પાછળ જમનારાને અગવડ ન આવે એમ લે છે એટલે એ “માધુકરી વૃત્તિ' કહેવાઈ. એને “ગોચરી' ભિક્ષાવૃત્તિ પણ કહે છે; ગાય જેમ ભૂમિપર ઉગેલું ઉપર ઉપરથી ચરે છે અને પાછળ રહેવા દે છે એમ ગૃહસ્થને ત્યાં પાછળ રહેવા દઈ સાધુ થોડું થોડું વ્હોરે-લે. એમ ગોચરી, માધુકરી આદિ શબ્દો સમાનાર્થ વાચી છે.
૨૧૪-૧૫. સાળો વરના ચરણ બાંધે છે તેમ. સરખાવો:સાળો વરના પગનો અંગુઠો થોભી રાખે છે. (પૃષ્ટ ૬૧ ૫. ૧૫) ૨૧૬-૧૬. સ્થાનભ્રષ્ટ નખ, કેશ આદિ. જુઓ:राजा कुलवधुः विप्राः मंत्रिणश्च पयोधराः। स्थानभ्रष्टा न शोभन्ते दन्ताः केशा नखा नराः ॥ (સુભાષિત ભાંડાગાર).
૨૧૬-૨૦. યુગશમિલા ન્યાય. મનુષ્યભવની દુર્લભતાના દશ દૃષ્ટાન્ત કહ્યાં છે એમાં એક આ દષ્ટાન્ત પણ છે.
૨૧૭-૩. બસ ચલનસ્વભાવી, હાલી ચાલી શકે એ “બસ' જીવ કહેવાય છે. વનસ્પતિ આદિ હાલી ચાલી ન શકે એ “સ્થાવર' કહેવાય છે.
૨૧૭-૧૦. મૂર્છા. લોભ, અસંતોષ
૨૧૭-૨૬. ગોશાળ. એ શ્રીવીરનો એક ક્ષુદ્ર શિષ્ય હતો; તે રફતે રફતે ગુરૂથી વિરૂદ્ધ પ્રરૂપણા કરતો ફરતો.
૨૨૧-૧૯. શૈલેશીકરણ. ચૌદમે “અયોગી” ગુણસ્થાનકે મુનિજનો શૈલેશ-મેરૂની જેમ સર્વ આત્મપ્રદેશ સ્થિર કરી રહે છે એ “શૈલેશીકરણ” કહેવાય છે.
૨૨૧-૨૦. અયોગી (મુનીંદ્રો). “અયોગી' નામના ચૌદમે ગુણસ્થાનકે રહેલા. અહિં મન, વચન અને કાયાનો “અયોગ' એટલે યોગનો ત્યાગ' થાય છે એ પરથી “અયોગી' કહેવાય છે.
૨૨૨-૨. અનેક સત્વોથી સંપૂર્ણ. અનેક આશ્ચર્યકારી બનાવોથી ભરપૂર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૨૯
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૨૩-૧૭. વક્તૃત્વ ગુણને લીધે...ઈત્યાદિ. વક્તૃત્વશક્તિમાં ‘બૃહસ્પતિ' અને દાનેશ્વરીમાં ‘બળિરાજા' દૃષ્ટાન્તાસ્પદ છે. પણ આ રાજા તો એ બંનેથી ચઢી જતો.
૨૨૩–૨૧. આશ્રવ. સમયે સમયે નવાં નવાં કર્મો આવે એવું
વર્તન.
૨૨૩-૨૨. સંવર. સર્વ આશ્રવોના દ્વારનો નિરોધ કરવો. નવાં કર્મ ન બંધાય એવું વર્તન રાખવું.
૨૨૩-૨૨. નિર્જરા. આત્માને લાગેલાં કર્મો જરી' જાય એમ
કરવું.
૨૨૩-૨૪. ભાવના. ‘અનિત્ય' આદિ બાર ભાવના. (આ બાર ભાવનાનું બહુ સુંદર સ્વરૂપ આ ચરિત્રના બીજા ભાગમાં ગ્રંથકર્તાએ સમજાવ્યું છે. અથવા બીજી રીતે ‘ચાર' ભાવના પણ કહેવાય છે:મૈત્રીભાવના, પ્રમોદભાવના મધ્યસ્થભાવના અને કરૂણાભાવના.
૨૨૪-૨૦. ત્રણ સંધ્યા. પ્રાતઃ, મધ્યાન્હ અને સાંજ.
૨૨૪-૨૧. અાઈ. આઠ દિવસ. પાપારંભ ત્યજીને ધર્મકાર્યો જ કરવાના અમુક અમુક આઠ આઠ દિવસો કહ્યા છે તે અટ્ઠાઈ કહેવાય છે. વરસમાં એવી છ અઠ્ઠાઈ આવે છે. ફાગણ માસમાં, અષાઢ માસમાં અને કાર્તિક માસમાં-એમ ત્રણ ચાર્તુમાસને અન્તે ત્રણ; ચૈત્ર માસ અને આસો માસમાં નવપદ મહિમાની બે; અને પજુસણ પર્વની એક.
કલ્યાણક. જિન ભગવાનના પાંચ ‘કલ્યાણક' એટલે કલ્યાણકારી પ્રસંગો-દિવસો કહ્યા છેઃ ચ્યવન કલ્યાણક એટલે માતાના ગર્ભમાં આવ્યા હોય એ દિવસ; જન્મ-કલ્યાણક; દીક્ષાકલ્યાણક; કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય એ દિવસરૂપ કલ્યાણક; અને નિર્વાણ-કલ્યાણક.
૨૨૬-૮ ભૂંભિત. વિકાસ; બળવત્તા.
૨૨૭-૨૮. દર્શનાચાર. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર-એમ પાંચ ‘આચાર' કહ્યા છે. એમાં, ગુણવંતની પ્રશંસા ઇત્યાદિ આઠ બાબતોનો દર્શન-આચારમાં સમાવેશ થાય છે. જુઓ:
300
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #316
--------------------------------------------------------------------------
________________
निस्संकिय निक्कंखिय निव्वितिगिच्छा अमूढदिट्ठीअ । अवबुहथिरीकरणे वच्छलप्पभावणे अट्ठ ॥ (અતિચારની આઠ ગાથામાંની ત્રીજી).
૨૨૯-૨૬. મયૂરના છત્ર. અહિં મયૂરછત્ર' એમ વાંચવું. એ એક જાતના પુષ્પના છોડવા થાય છે.
૨૩૦–૧૩. માળ પરથી પડેલાને પ્રહાર કરવો. પડ્યા પર પાટુ મારવું.
૨૩૦-૧૨. ચૈત્યપરિપાટી. સર્વ ચૈત્યો-જિનમંદિરોએ દર્શન કરવા જવું.
૨૩૦-૨૫. પ્રત્યાખ્યાન/પચ્ચકખાણ. ત્યાગ, વિરમવું, ના કહેવી. Rejection, Denial જેમકે, મારે અસત્ય બોલવાના “પચ્ચકખાણ' છે મેં અસત્ય ભાષણ કરવું ત્યર્યું છે. મારે આજે ચારે આહારના પચ્ચકખાણ છે હું આજે સર્વ પ્રકારના આહારથી વિરમું છું-સર્વ પ્રકારનો આહાર ત્યનું છું.
૨૩૧-૧૨. સ્થાળ કચોળાં. થાળી વાટકા. જમવાના થાળી વાટકા પણ શેઠને નહિં રહ્યા હોય ! અહો ! કેવી દરિદ્રતા !
૨૩૧-૨૬. મયૂરછત્ર અને સાંકળી. રાજા જેના પર રીઝતા તેને રાજકુમારના ચિન્હ તરીકે આ પ્રમાણે છત્ર, કંઠી, મશાલ, છડી, વાહન વગેરે આપતા એ વાત સુપ્રસિદ્ધ છે.
૨૩૩-૮. સાત ક્ષેત્ર. જિનપ્રતિમા, જિનાલય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ સાત.
૨૩૪-૪. કાળશૌકરિક. એ નામનો એક કસાઈ હતો, જે હમેશાં પાંચસો પાડાનો વધ કરતો કહેવાય છે.
૨૩૪-૨૭. કર્દમ. કચરો, ગારો.
૨૩૫-૧. બંધ અને પાત...ઈત્યાદિ. ગુણ એટલે અનાજ, કરિયાણા વગેરેથી ભરેલા કોથળાઓને જ બાંધવા પડતા (બંધ); અને એમની થપી કરેલી હોય એ જ વખતે પડી જતી (પાત).
૨૩૫-૩. કર્મગ્રંથ. જેમાં કર્મનું સ્વરૂપ વર્ણવેલું છે એ ગ્રંથ. એમાં
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
૩૦૧
Page #317
--------------------------------------------------------------------------
________________
જ આ માયા, લોભ આદિ (વર્ણન રૂપે) છે.
નિગ્રહ. ન ટકી શકે એવી દલીલ. વિતંડાવાદ. ખોટો વિવાદ.
અધ્યક્ષબાધિત પ્રતિજ્ઞા. પ્રત્યક્ષપણે-દેખીતી રીતે અસંબદ્ધવિરોધી એવું સિદ્ધાન્ત. છલ હેતવાભાસ-ખોટો હેતુ; કપટ.
૨૩૫-૧૫. પુલિન્દ. -શૂદ્ર જન. ૨૩૫-૨૦. કળા. (૧) ચન્દ્રમાની કળા digit; (૨) હુન્નર.
૨૩૮–૧૭. આદેશીને સ્થાને આદેશ...ઈત્યાદિ. સંસ્કૃતમાં એક ધાતુના રૂપાખ્યાન કરતી વખતે કોઈ વખતે એને સ્થાને બીજો આવી ઉભો રહે છે. જેમકે મ્ ધાતુનાં રૂપાખ્યાન વખતે ગમ્ ને બદલે છું આવે છે. અહિં છું એ મ્ નો “આદેશ' કહેવાય છે.
૨૩૯-૨૪. હે પ્રિય. અહિં “હે વિપ્ર” એમ વાંચવું.
૨૪૦–૩. સાત ધાતુઓ. શરીરની અંદર, એની હયાતિ માટે આવશ્યક એવી-સાત રસરૂપ ધાતુઓ રહેલી છે ? રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, અને શુક્ર (વીર્ય).
૨૪૦-૨૬. વિધાતા અનુકૂળ હોય છે...વગેરે. સરખાવો:Man proposes, God disposes.
૨૪૧-૨૫. પારકા અલ્પ દોષને...ઈત્યાદિ. સરખાવો:परगुणपरमाणून पर्वतीकृत्य नित्यम्। निजह्यदि विकसन्तः सन्ति सन्तः कियन्तः ॥
ભર્તુહરિનું નીતિશતક. ૨૪૨-૨૮. અમૃત. દેવોનું ભોજન. દેવો અત્યન્ત શીતળ અને સ્વાદિષ્ટ એવા અમૃતનો આહાર કરનારા કહેવાય છે.
અમૃત તો ફકત વાર્તામાં જ છે...ઈત્યાદિ. સરખાવો “કામ કુંભ” ની વાત કહેવાય છે તે અસત્ય છે; ખરા કામકુંભ તો આ રાજાઓ જ છે. (પૃષ્ટ ૨૩૫ પં. ૨૩-૨૪)
૨૪૩–૨૯. તીર્થ તો સીનું છે. “તીર્થ' શબ્દનો અર્થ “તારનાર' થાય છે. સરખાવોઃ- “જે તારે તે તીરથ રે”. (પ્રાચીન પૂજા).
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
૩૦૨
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૪૪-૪. દરાંક. દર્દુર=દેડકો.
૨૪૪-૧૨. ગુરૂકર્મી. ભારેકર્મી, અનેક કર્મના ભારવાળો. સરખાવોઃ લઘુકર્મી (બહુ ઓછાં કર્મ ભોગવવાનાં રહેલાં હોય અર્થાત્ જેને કર્મનો ભાર ઘટી ગયો હોય એવો જીવ).
૨૪૫-૧૮. કપિલા બ્રાહ્મણી. એ શ્રેણિકના રાજ્યમાં એક બ્રાહ્મણની-દાસી હતી, જેને શ્રેણિકના ગમે તેટલા આગ્રહપૂર્વકનાં વચનો છતાં પોતાને હાથે દાન દેવું ગમ્યું નહોતું.
૨૪૫-૨૦. સોમનાથ મરવાનો યે નથી...ઈત્યાદિ. કોઈ બ્રાહ્મણ ગુરૂની અને એના સોમનાથ નામના શિષ્યની આ વાત છે. જેમાં બે જણને પરસ્પર વાદ થયો હતો. અહિં શ્રીવીરપ્રભુ શ્રેણિકને આ દૃષ્ટાન્ત આપીને એમ કહેવા ઇચ્છે છે કે-એ કસાઈ અને એ દાસી તારૂં કહ્યું માનવાના નથી, અને તારી નરકગતિ ટળવાની નથી. ૨૪૫-૨૨. સંજીવની. મરેલાને જીવતાં કરનારી કહેવાતી ઔષધી
વિશેષ.
૨૪૭–૧૩. હાર અને ગોળા. મોતીનો હાર અને દડા આ હાર વિષે અતિ ચમત્કારી હકીકત છે તે આ ચરિત્રના બીજા ભાગમાં વિસ્તારપૂર્વક વર્ણવી છે.
૨૪૯-૯. ઉત્પત્તિકી આદિ બુદ્ધિઓ. જુઓ પૃષ્ટ ૩૮. પં. ૧૯ ઉપરનું ટિપ્પણ.
૨૪૯-૧૫. બીભત્સ (વસ્તુઓ). જોતાં ઘૃણા-ઉદ્વેગ થાય એવી ૨૫૦-૧૦. કાળ મહાકાળ આદિ દુર્ગતિ સાતમી નરકમાં કાળ મહાકાળ, રોરૂ અને મહારોરૂ નામના ચાર નરકાવાસ કહ્યા છે તે. ૨૫૦-૧૩. અપ્રતિષ્ઠાન. સાતમી નરકનો છેલ્લો પ્રતર. ૨૫૦–૧૨. એક પણ શરણ લીધા વિના. જુઓ પૃષ્ટ ૩૨ ની ફૂટનોટ ૧.
પંચત્વ પામ્યો. મૃત્યુ પામ્યો. (જે પાંચ તત્વો એકત્ર થઈને આ દેહ બનેલો તે પાંચે છૂટા પડી જઈ પોત પોતામાં ભળી જાય-એ મૃત્યુ). ૨૫૧-૧૪. વિષ્ણુએ રાહુનું શીષ છેધુ હતું. એવી કથા છે કે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (પરિશિષ્ટ-ટિપ્પણી)
303
Page #319
--------------------------------------------------------------------------
________________
સમુદ્રમાંથી નીકળેલું અમૃત દેવોને હેંચતા હતા તે વખતે આ અસુરરાહુ દેવતાના વેષમાં એ અમૃત લેવા ગયો ત્યાં સૂર્ય અને ચંદ્રમાએ એનું કપટ વિષ્ણુને જણાવી દીધું તેથી વિષ્ણુએ એનો શિરચ્છેદ કર્યો હતો. (થોડું અમૃત તે ચાખવા પામ્યો હતો તેથી તેનું શીષ અમર રહ્યું છે પણ ત્યારથી એ સૂર્ય અને ચંદ્રમાને પોતાના શત્રુ ગણી એમના પર વેર લે છે અને એમનું “ગ્રહણ' કરતો કહેવાય છે.)
૨૫૨-૭. ધર્મ જ પ્રાણીને...ઈત્યાદિ. ધારયતિતિ થઈ:
૩૦૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #320
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર મંત્રીશ્વરનું જીવન ચરિત્ર.
આ પુસ્તક વિષે આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીનો અભિપ્રાય.
શ્રી ભાવનગર મધ્યે સુશ્રાવક શા. મોતીચંદ ઓધવજી યોગ્ય ધર્મલાભ.
વિ. તમારો પત્ર તથા અભયકુમાર ચરિત્ર મળ્યું. પુસ્તક વાંચ્યુંતમોએ અસરકારક વિવેચનસહ ભાષાન્તર કર્યું છે-જમાનાને અનુસરી જેવી ઢબમાં જોઈએ તેવી ઢબમાં પુસ્તક રચાયું છે.
આવી સુંદર રહસ્યભરપૂર રચના માટે તમને ધર્મલાભપૂર્વક ધન્યવાદ ઘટે છે. જૈનના ગુર્જર સાહિત્યમાં ઉચ્ચ પુસ્તકની શૈલીનું આ પ્રથમ પુસ્તક દેખી અત્યાનન્દ થાય છે. આ પુસ્તક વાંચતાં આનન્દ સાથે જ્ઞાન મળે તેમ છે અને કંટાળો તો આવતો નથી. જનસમૂહ આ પુસ્તકને દેખી વાંચી સાર ગ્રહી પ્રસન્ન થશે અને તે પ્રમાણે થાઓ. આ પુસ્તક સંબંધી જેટલું વર્ણન કરવું તેટલું ઓછું છે. સમયના અભાવે આટલું લખી વિરમું છું. ધર્મસાધન કરશો. ધર્મકાર્ય લખશો. ૐ શાન્તિઃ અમદાવાદ (ઝવેરીવાડો) લી. મુનિ બુદ્ધિસાગર.
રા.બ. કમળાશંકર પ્રાણશંકર બી.એ. અમદાવાદ પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજના પ્રીન્સીપાલ; અને ભાવનગર કોલેજ, ડેકન કોલેજ તથા અલેફીન્સ્ટન કોલેજના સંસ્કૃતના પ્રોફેસર-એમણે આપેલો અભિપ્રાયઃશ્રી અભયકુમાર મંત્રીશ્વરનું
જીવન ચરિત્ર ભા. ૨. જો. આ ભાષાન્તર વાંચી મને ઘણો આનંદ થયો છે. મૂળ સાથે મેં કેટલોક ભાગ મેળવી જોયો છે. ભાષાન્તર શુદ્ધ અને સરળ છે એ એની વખાણવા લાયક ખુબી છે. આ મહાકાત (પરિશિષ્ટ-ટિપ્પણી)યમાંથી
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર
૩૦૫
Page #321
--------------------------------------------------------------------------
________________
વાચકને આનન્દની સાથે ઘણો નીતિબોધ મળે એમ છે. ભાષાન્તરકાર રા. મોતીચંદ ઓધવજીએ ભાષાન્તર એવી પ્રાસાદિક ભાષામાં કર્યું છે કે સાધારણ રીતે ભાષાન્તરો ક્લિષ્ટ હોય છે તેવું આ નથી એ એનો સ્તુત્ય ગુણ છે. પૃષ્ઠ ટિપ્પણમાં તેમજ પરિશિષ્ઠમાં ભાષાન્તરકારે સાધારણ વાચકવર્ગને માટે ઉપયોગી નોંધ આપી છે. મૂળ ગ્રંથકાર શ્રીમાન ચંદ્રતિલકનું મહાકાવ્ય સુંદર છે, તે સરળ છે અને તેમાં ઉપમા અને અર્થાન્તરન્યાસ સ્થળે સ્થળે જોવામાં આવે છે. આવા સુંદર મહાકાવ્યને સરળ ગુજરાતી ભાષામાં વાચક સમક્ષ મૂકી રા. મોતીચંદે ગુર્જર સાહિત્યની સારી સેવા બજાવી છે. પુસ્તક ઉત્તેજનને પાત્ર છે. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી.
સુરત, તા. ૨૩-૧-૨૪
રા.રા. કૃષ્ણાલાલ મોહનલાલ ઝવેરી. એમ.એ., એલ.એલ.બી. મુંબઈની સ્મોલક્રૉઝીસ કોર્ટના ચીફ જડજ-એમણે આપેલો અભિપ્રાયઃA very readable production, One of the best Gujarati renderings of Sanskrit Mahakavyas yet published.
-
-
૩૦૬
“બુદ્ધિપ્રકાશ”ના માર્ચના અંકમાં.
કાવ્ય સાહિત્યનું આ એક કિંમતી પુસ્તક છે. સાહિત્ય અને ચારિત્રની દૃષ્ટિએ તેનું વાંચન હિતાવહ અને ઉપયોગી માલુમ પડશે અને એક વાર્તાની જેમ તે રસદાયક જણાશે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)
Page #322
--------------------------------------------------------------------------
________________ i નાકા કિ ક્રિક ગિાવિત કર મધ્ય ગુજરાત મા મંઝીશ્વરનું જીવનચરિત્ર ભાગ-૧ 1 vs? IT | શ્રી જિનશાસન આરધના ટ્રસ્ટ પ્રિન્ટીંગઃજય જિનેન્દ્ર અમદાવાદમો જાળ rot