Page #1
--------------------------------------------------------------------------
________________
આબુ તીર્થોદ્ધારક મંત્રીશ્વર વિમલ
પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
Page #2
--------------------------------------------------------------------------
________________
CORE
પૂ. આચાર્ય શ્રી વિજય યુગચન્દ્રસૂરિજી મહારાજ પ્રેરિત શ્રીમતી સૂરજબેન રીખવચંદ સંઘવી ગ્રંથમાળા-૧૪૪
આબુ તીર્થોદ્ધારક મંત્રીશ્વર વિમલ
આબુ તીર્થોદ્ધારકની રસભરપૂર જીવનગાથા
શબ્દશિલ્પી સિદ્ધહસ્તલેખક પ્રવચન શ્રુતતીર્થ પ્રેરક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
(
પ્રકાશક
પંચપ્રસ્થાન પુણ્યસ્મૃતિ પ્રકાશન ૧૦-૩૨૬૮-A, કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશન-નિમિત્ત
સૂરિમંત્ર પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આચાર્યપદારોહણના ૨૫ વર્ષ
રજત ઉત્સવ પ્રસંગ વિ.સં. ૨૦૪૭-૨૦૭૨
લેખક પરિચય જૈનશાસન શિરતાજ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક
સિંહસત્ત્વના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રદ્યોતક
પ્રશમરસ પાયોનિધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધરન સિદ્ધહસ્તલેખક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય
પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
નામ
: આબુ તીર્થોદ્ધારક
મંત્રીશ્વર વિમલ Aabu Tirthoddharak Mantrishwar Vimal
નવસંસ્કરણ : વૈશાખ-૨૦૭૨, મે-૨૦૧૬ આવૃત્તિ : પ્રથમ સાહિત્યસેવા : ૧૦૦-૦૦ પૃષ્ઠ : ૧૧ + ૨૯૩
પ્રતિ
: ૨000
મુખ્ય સંપર્કસૂત્ર રમેશભાઈ સંઘવી - સુરત. (મો.) 9376770777 પ્રાપ્તિસ્થાન (૧) જિતેન્દ્ર ક્વેલર્સ ૧૦૦, ભંડારી સ્ટ્રીટ, ગોળદેવલ, મુંબઈ-૪ (મો.) 9819643462 (૩) ગૂર્જર પ્રકાશન રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ, અ'વાદ-૧ ફોન: 079-22144663 (૪) પ્રવચન શ્રુતતીર્થ વિરમગામ હાઈવે, શંખેશ્વર. (મો.) 8469377929
Page #4
--------------------------------------------------------------------------
________________
ની ની વાત ની |ી નો સી ની
કા કા સારી ન લડકી તીર્થના વા નેકની ઓળખ સાહિત્ય તીર્થ - તીયના પાકની ઓળખૂ સાહિત્ય ની ન્ય તીર્થના યાત્રિકની ઓળખ સાહિત્ય તીર્થ
મની ઓધા સાહિત્ય નીશ ! ના િચ નીચેના
ની ની ની નાની નાની
થ
નીના કિનારા તન મન ની મજા
જન ત્રિકની ડો ળા સાહિત્ય સી તીથથી સીધESત્રકની ઓળખ સાહિત્ય તી
કની બોળખ સાથે તીર્થના પાકની મા સાહિત્ય ની રહી તી બનાવી
રસની
( બી ની બોલી આ ટિન્ય કોઈ નાં ઈ-ની મજા કરાવ્યા હતા વેકની ઓ ના માહિતી વના માત્ર ની ઓળખ સતર વ કરી જાન માને નીચ ની યાત્રા કરી નો અ યાદી નીશ નહ સાયની વાવવામાં માત્ર નિકની રો , ન સાહિત્ય નીર્થના થાકિની નોળમાં સાહિત્ય તીર્થના પાકિની ઓળખે ના -
શ્રુત જેમનો શ્વાસ છે, બહુશ્રુતોને જેમના ઉપર વિશ્વાસ છે. એમને ભક્તોની જરૂર નથી, ભક્તોને એમની જરૂર છે. કારણ ? એમના હાથમાં જાદુ છે. એમણે પસંદ કરેલા ખૂણે, સાહિત્ય સર્જનની ક્ષણે ભક્તોને પ્રવેશવું હોય તો ભલે, સાહિત્યનો શુદ્ધ શ્વાસ ફેફસામાં ભરવો હોય તો ભલે, નહિતર આપણે આપણી રીતે રહેવું. ‘નદીની જેમ નિરાંતે વહેવું'. આ પંક્તિમાં માનનારા આ સાહિત્ય પુરુષ કોઈને જોઈને પાણી પાણી થયા નથી. આચાર્ય હરિભદ્રસૂરિજી હોય કે ઉપાધ્યાય યશોવિજયજી, મહારાજા કુમારપાળ હોય કે મહારાણા પ્રતાપ, દંડનાયક વિમલ હોય કે મહામંત્રી વસ્તુપાલ. તેઓશ્રી દરેકને મળી ચૂક્યા છે, જોઈ ચૂક્યા છે, સ્પર્શી ચૂક્યા છે, ઇતિહાસને એમણે પ્રામાણિકતાથી રજૂ કર્યો છે, એકાદ-બે ઉજળી બાજુ ધરાવનારા ચોર લૂંટારાઓને દેવના દીકરા જેવા બતાવનારા કે એકાદ-બે નબળી બાજુ ધરાવનારા રાજા મહારાજાઓને અધમપાત્ર રૂપે દશવનારા લેખકોથી. એમની કલમ અલગ તરી આવે છે. સુકૃત સાગર, પળપળના પલટા, મૃગજળની માયા, નળ દમયંતી, મહાસતી મૃગાવતી, મહારાજા ખારવેલ, ૨૪ તીર્થકર, વિમલ મંત્રીશ્વર, પાટલીપુત્ર આવી અઢળક કૃતિઓથી તેઓએ સામાન્ય જનમાનસમાં સંસ્કારનું સિંચન ને વૈરાગ્યનું વાવેતર કર્યું છે. ‘કો'કના તે વેણને વીણી-વીણીને વીરા ઊછી ઉધારા ન કરીએ” કવિના આ શબ્દો મુજબ સિદ્ધહસ્તસાહિત્ય સર્જક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ હંમેશા પોતાને તુંબડે જ તરતા રહ્યા છે. તેઓશ્રીના ચરણ કમલમાં નત મસ્તકે નમન... ભાવસભર વંદન...
Page #5
--------------------------------------------------------------------------
________________
002 -
උමෙමෙමෙමෙමෙමෙමෙමෙමෙමෙමෙමෙමෙමෙමෙමෙමෙමෙමෙහෙම
સાહિત્ય પ્રકાશન સમજ અને સમાજના ઘડતરનું પ્રેરક પરિબળ છે. આજના કરાળ કલિકાળમાં ચો તરફ વેર-વાસના-વિપ્લવ આદિની જે વિકૃતિએ માઝા મૂકી છે. જીવન જીવવાની દિશા અને દશાથી માનવ છે સમૂહ વિખૂટો પડતો જઈ રહ્યો છે, ત્યારે સંસ્કાર-સંસ્કૃતિ-સદાચાર-ધર્મ- હું તીર્થરક્ષા-અહિંસા કાજે પ્રાણ પૂરે તેવા સાહિત્ય પ્રકાશનની આવશ્યકતા ૪ અતિ વધતી જાય છે.
ધર્મને જીવનની મુખ્ય ધરી પર સ્થિર કર્યા પછી માનવ માત્રની છે પ્રગતિ સુનિશ્ચિત છે. વાસ્તવિક આધાર તરીકે જો કોઈ હોય, તો તે ધર્મ ને છે. માત્ર ધર્મ છે. આવા ધર્મને પ્રાણાંતે પણ જાળવવાની નેક અને ટેક પેદા થાય, તેવા શુભ-આશયથી પૂજ્યશ્રીની કામણગારી અને કસાયેલી કલમે કંડારાયેલ સાહિત્ય સિંધુમાંથી નાનકડા બિંદુઓ રૂપે આ પુસ્તકો પ્રકાશિત . કરતા અમારા અંતરનો આનંદ નિરવધિ બને છે.
સાહિત્ય સર્જક પૂજ્યશ્રીનો આપણા સહુ ઉપર અમાપ ઉપકાર છે. આવું સુડ્ડ-સરળ-સાત્ત્વિક-રોમાંચક-રસાળ-બોધપ્રદ સાહિત્યલેખન કરીને પૂજ્યશ્રીએ વિશાળ વાચક વર્ગને ઋણી બનાવ્યો છે.
સૂરિમંત્ર પ્રભાવક પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી છે મહારાજાના આચાર્યપદારોહણના ૨૫ વર્ષના શુભ-આલંબનને પ્રાપ્ત
કરીને પૂજ્યશ્રી લિખિત ૨૫ પુસ્તકોનું એક સાથે પ્રકાશન કરવાનો જે 9 પુણ્યલાભ અમને પ્રાપ્ત થયો છે, તેથી અમો ધન્યતા અનુભવીએ છીએ.
શંખેશ્વર તીર્થના પ્રવેશદ્વાર સમા પ્રવચન શ્રતતીર્થનાં પ્રાંગણે 8 ચતુર્મુખ જિનાલયની પ્રથમ સાલગીરી ઉત્સવ દરમ્યાન સૂરિપદ રજત વર્ષ છે દિન વૈશાખ સુદ-૬ની પાવન ઘડીએ પ્રગટ થતા આ સાહિત્ય સંપુટના ૪ શ પ્રકાશન કાર્યમાં પૂજ્યશ્રીના શિષ્ય પરિવારરૂપ શ્રમણ-શ્રમણી ભગવંતોના છેસુંદર સહયોગ પૂર્વક અમારા સંસ્થાના માર્ગદર્શક હૃદયસ્પર્શી પ્રવચનકાર છે પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય યુગચન્દ્રસૂરિજી મહારાજાના સદુપદેશથી જે # ગુરુભક્તો-શ્રુતભક્તો ઉદારદિલે લાભાન્વિત બન્યા છે, તેની આ તકે છે. હાર્દિક અનુમોદના કરીએ છીએ.
સેંકડો હાથોમાં શોભાવતા આ સાહિત્યને હજારો હાથોમાં રમતું શું છે કરવા આપ સહુ વાચકોના સહકારની સદાય અપેક્ષા સાથે...
ගියෙමමමමෙමෙමෙමෙමෙමෙමමෙමෙමෙමමමමමමමෙමමමමමෙමම
લિ. પંચપ્રસ્થાન પુચરકૃતિ પ્રકાશન વતી હું
રમેશ રીખવચંદ સંઘવી - સુરત
Page #6
--------------------------------------------------------------------------
________________
છે
કે
-
જે
.
C11
સૂરિપદ રજતવર્ષ ઉત્સવ પ્રસંગે પ્રકાશિત ૨૫ પુસ્તક પ્રકાશનના
જ
લાભાર્થી પરિવાર પાસ
મુખ્ય દાતા • શ્રીમાન અશોકભાઇ ગજેરા - લક્ષ્મી ડાયમંડ, મુંબઈ • માતુશ્રી હંસાબેનના આત્મશ્રેયાર્થે બંસીલાલ શાંતિલાલ દલાલ - મુંબઇ • શ્રીમતી ચેતનાબેન રોહિતભાઈ જોગાણી - મુંબઈ • શ્રીમતી સોનલબેન કેતનભાઈ ઝવેરી- મુંબઈ • શ્રીમતી પારૂલબેન ભરતભાઈ કાપડીયા - અમદાવાદ • શ્રીમતી સેજલબેનના ઉપધાન નિમિત્તે ચન્દ્રાબેન નવીનચન્દ્ર શાહ-મુંબઇ • શ્રીમતી પરીદાબેન હીતેશભાઇ સરકાર - મુંબઈ • શ્રીમતી સરોજબેન ભદ્રિકલાલ શ્રોફ - અમદાવાદ • શ્રીમતી ગીતાબેન સ્વરૂપચંદ મહેતા - મુંબઈ • શ્રીમતી ધર્મિષ્ઠાબેન સુધીરભાઇ શાહ - અમદાવાદ • શ્રીમતી હંસાબેન જયંતીભાઇ શાહ - મુંબઇ
શ્રીમાન નટવરલાલ મૂળચંદ શાહ - માસરરોડવાળા, મુંબઈ • શ્રીમતી મમતાબેન લલિતભાઇ બી. પટવા - વિસનગર • શ્રીમતી માયાબેન કેતનભાઈ વસંતલાલ કપાસી - અમદાવાદ
શ્રીમાન ઉમેદમલજી બાબુલાલજી જૈન - તખતગઢ (રાજસ્થાન) • તીર્થરત્ન કેવલચંદજી છોગાલાલજી સંકલેશા (રામા) - કલ્યાણ • શ્રીમાન ભાગચંદજી ગણેશમલજી શ્રીશ્રીમાલ - કલ્યાણ • પ્રવીણકુમાર પુખરાજજી ફોલામુથાના આત્મશ્રેયાર્થે (આહીર) - કલ્યાણ • શ્રીમતી પારૂલબેન રાજેશભાઇ છગનલાલ શાહ - વાપી • નગીનભાઇ પૌષધશાળાના આરાધક ભાઇઓ - પાટણ • શ્રીમતી પંકુબાઇ ખેમચંદજી ચૌહાણ પરિવાર - દાંતરાઇ
2.
Page #7
--------------------------------------------------------------------------
________________
• માતુશ્રી મંગનીબાઇ બાબુલાલજી પ્રતાપજી સતાવત (હરજી) - ભિવંડી • ડૉ. ભાનુબેન જયંતીલાલ શાહ – સત્રા - મુંબઇ • મનુભાઇ ત્રિકમલાલના આત્મશ્રેયાર્થે હ. શૈલેષભાઇ શાહ - અમદાવાદ
સ્વ. રેવીબાઇ માંગીલાલજી જવાનલમજી પરમાર હ. ઘીસુલાલ, કુંદનમલ, ડૉ. શ્રેણિક, સંપતિ, ડૉ.વિમલ - વલવણ-પૂના શ્રીમતી રશ્મિબેનના અઢારીયા ઉપધાનના ઉપલક્ષ્યમાં હ.મહેન્દ્રભાઇ જમનાદાસ દોશી, સાગર, સૌ. પ્રિયંકા તથા અંબર-કોલકાત્તા માતુશ્રી જયાબેન બેચરદાસ મહેતા પરિવાર - જેસર - મહુવા
હ. રાજુભાઇ ડોંબિવલી • શ્રીમાન ચુનીલાલજી ઘમંડીરામજી ચંદન - સાંચોર
ચંદન સ્ટીલ લિમિટેડ-મુંબઇ • ભાઇ કીર્તિકુમાર, માતુશ્રી શાંતાબેન, પિતાશ્રી મોહનલાલ ઝવેરચંદ
ઝવેરી - ખેરલાવવાળા (તારાબાગ-મુંબઈ)ના સુકૃતની અનુમોદનાર્થે હ. મંજુલાબેન મહેન્દ્રભાઈ ગાંધી - મુંબઈ અ.સૌ. ઇન્દ્રાબેન રાકેશકુમાર છત્રગોતાના લગ્નજીવનના ૨૫ વર્ષના ઉપલક્ષ્યમાં - આહોર - કલ્યાણ કીરચંદભાઈ જે. શેઠ તથા મનોજભાઈ કે. શેઠના આત્મશ્રેયાર્થે હ. નીલાબેન, કલ્પક - સૌ.ઉર્વિ, કુ. ધન્વી શેઠ પરિવાર - સુરેન્દ્રનગર ઘોટી નિવાસી સ્વ. જયંતીલાલ ચંદુલાલ મહેતાના સ્મરણાર્થે હ. રતિભાઇ, વિશાલકુમાર, દર્શન, વર્ધન દોશી જબીબેન પૂનમચંદભાઇ પરસોત્તમદાસ - જેતડાવાળા - અમદાવાદ
હ. વિપુલ - સૌ. સંગીતા, પિયુષ-સૌ. સેજલ • સ્વ. ઇન્દુમતીબેન નાથાલાલ ચંપાલાલ શાહના આત્મશ્રેયાર્થે અનીલાબેન
ભુપેન્દ્રભાઇ. પુત્ર : ડૉ. અંકુશ, આતિશ, અનુપ, પુત્રવધૂ : ડૉ. દીપા, રૂપાલી, પન્ના, પૌત્ર : મોક્ષિત, આરવ, વિહાન, પૌત્રી : સ્વરા - કલ્યાણ
{
}
કે
Page #8
--------------------------------------------------------------------------
________________
• પૂ.સા.શ્રી રમ્યશ્રેયાશ્રીજીના સદુપદેશથી માલેગાંવ નિવાસી શ્રીમતી કાંતાબેન રતિલાલ શાહ બંધુ પરિવાર ડૉ. શૈલેષભાઇ-સુનંદાબેન, અશોકભાઇ-સુનીતાબેન, આશિષભાઇ-નયનાબેન, શ્રીપાળ-નેહા, ઋષભ-ઋત્વી પુત્રી : શુક્લાબેન વિલાસકુમાર શાહ કુ. માન્યા-વીસા ભાભરતીર્થનિવાસી માતુશ્રી ધુડીબેન કાંતિલાલ જીવતલાલ શેઠ પરિવાર હ. રાજેન્દ્રકુમાર - ઉર્મિલાબેન, પુત્ર : દર્શન-વીતરાગ, પુત્રી : શીતલ, કીંજલ, પ્રપૌત્ર : હિતાંશ, પ્રપૌત્રી : સ્તુતિ, ક્રિયા. શ્રી ચંપતલાલજી જસરાજજી દોસી - સિરોહી (રાજ.) ધ.૫. લીલાદેવી, પુત્ર - મુકેશ, પ્રવીણ, વિમલ, વિપીન.
સહયોગી . • શંખેશ્વર પ્રવચન શ્રુતતીર્થ (વિ.સં. ૨૦૭૨)ના ઉપધાનતપના આરાધકો • જાસુદબેનના આત્મશ્રેયાર્થે નવીનભાઈ ચંદુલાલ વિરવાડીયા જેતડા - સુરત • શ્રીમતી દમયંતીબેન પ્રફુલચન્દ્ર શાહ - ખોડલા - મુંબઈ
શ્રીમાન દિનેશભાઇ પોપટલાલ શાહ - ધાણધા - મુંબઈ • શ્રીમતી ભાગવંતીબેન ચંપાલાલજી પાલરેચા - લખમાવા - મુંબઈ • શ્રીમતી લલિતાબેન નવીનભાઇ ચોપડા - ઘોટી • એક ગુરુભક્ત પરિવાર - કલ્યાણ • શ્રીમાન દિનેશકુમાર પ્રવીણકુમારજી જૈન - વાશી - મુંબઈ • શ્રીમતી દેવીબેન એવંતીલાલ કાંતિલાલ દોશી, રાધનપુર - મુંબઇ • શ્રીમતી બદામીબેન દેવીચંદજી સિસોદીયાહરણ, પોસાલિયા - થાણા • શ્રીમાન પારસમલજી પુખરાજજી છાજેડ - માલગઢ - અંધેરી, મુંબઈ • માતુશ્રી મણીબેન ફુલચંદ કરણીયા - જામનગર - મુલુંડ-મુંબઈ
0
Page #9
--------------------------------------------------------------------------
________________
સૂરિપદ રજતવર્ષ ઉત્સવ પ્રસંગે પ્રકાશિત પુસ્તક શ્રેણિ
૧
૩
૫
ξ
८
2
આબુતીર્થોદ્ધારક મંત્રીશ્વર વિમલ ગિરનારની ગૌરવ ગાથા
પુણ્યે જય પાપે ક્ષય
લેખ મિટે નહિ મેખ લગાયો
નળ દમયંતી
સુખ દુઃખની ઘટમાળ પ્રત્યેક બુદ્ધ
મહારાજા ખારવેલ મહાસતી મુગાવતી
૧૦ કલ્યાણ કળશ
૧૧
કલ્યાણ પથ
૧૨
કલ્યાણ કાવ્ય
૧૩
૧૪
૧૫
જૈન શાસનના જ્યોતિર્ધરો ભાગ-૧ જૈન શાસનના જ્યોતિર્ધરો ભાગ-૨ જૈન શાસનના જ્યોતિર્ધરો ભાગ-૩ સંસ્કૃતિના રસધાર ભાગ-૧ સંસ્કૃતિના રસધાર ભાગ-૨ સંસ્કૃતિના રસધાર ભાગ-૩ ૧૯ સંસ્કૃતિના રસધાર ભાગ-૪
૧૬
૧૭
૧૮
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
સંસ્કૃતિના રસધાર ભાગ-૫
પ્રેરણાના પારિજાત
અક્ષરના દીવડા
દીવાદાંડી
ઉપવન
પાથેય
Page #10
--------------------------------------------------------------------------
________________
ફથકમ
છે
૩૩
ર
૪૩
૫૩
૬૩
૧ કથાના પ્રવેશદ્વારે . ૨ વનરાજનો વનવાસ
ગુર્જર રાષ્ટ્રનો ઘડવૈયો ૪ સામ્રાજ્યનું સાકાર થતું સ્વપ્ન
૫ પ્રતાપી પૂર્વજોની પુણ્ય-પરંપરા - ૬ ઈષનાં ઈંધણ
૭ વસમી વેળાનાં વળામણાં ૮ પુનરાગમનને પગલે... પગલે... ૯ જેવીવાણી એવું પાણી ! જેવું પાણી એવી વાણી! ૧૦ દંડને બદલે દંડનાયકનું પદ ૧૧ ભક્તિની ભાગોળે શક્તિ ત્રિવેણીનું અવતરણ ૧૨ પરિસ્થિતિનું પર્યાવલોકન ૧૩ વિજિગીષાની સામે વિદ્વત્તાનો વિજય ૧૪ વાતવિજયની!પ્રત્યાઘાત પરાજયના! ૧૫ ધારાની ધારણા ધૂળમાં ઘમરોળાઈ ૧૬ સંગ્રામની સવારી વિજયની વાટે
TO
૧૧૧
૧૨૨
૧૩૨
૧૪૪
૧૫૪
૪
.
.
S
EE
-
*
Page #11
--------------------------------------------------------------------------
________________
કથકમાં
૧૬૫
૧૭૬
૧૮૬
૧૯૬
૨૦૮
૧૭ મનનામિનારા માટીમાં મળ્યા ૧૮ ગુજરાતની ગૌરવ રક્ષા ૧૯ બુદ્ધિર્યસ્યબલ તસ્ય ૨૦ તોફાનને તાણી લાવનારી શાંતિ ૨૧ રાજા મિત્ર કેનદષ્ટશ્રુતં વા ૨૨ ભાગ્યભાગ્યું કે સૌભાગ્ય જાગ્યું ! ૨૩ વારસની વેદી પર આરસની આરાધના ૨૪ આરસની દેવનગરીના નિર્માણ કાજે ૨૫ નામ મોટા ને કામતો એથીય મોટા ! ૨૬ વિમલવસહીતો વિમલવસહી જ છે! • પરિશિષ્ટ
૨૨૧
૨૩૨
૨૪૫
૨૫૬
૨૬૮
૨૮૧
Page #12
--------------------------------------------------------------------------
________________
કથા પરિચય
સંવત નવસે ત્રાણું વરસે, વિમલ મંત્રીશ્વર જેહ આબુ તણાં જેણે દેહરા કરાવ્યા, બે હજાર બિંબ સ્થાપ્યા. આ સ્તવન પંક્તિ દ્વારા ગુંજતી રહેતી જેમની અમરકીર્તિ ગીત-સંગીતમાં દિન-પ્રતિદિન લય-તાલબદ્ધતાની વૃદ્ધિ થતી જ રહે છે. એ મંત્રીશ્વર વિમલનું અમર સર્જન વિમલ વસહી-આબુ દેલવાડા જેટલું જાણીતું છે એટલું જ આ વિમલ વસહીના સર્જકનું જીવન અજાણ છે. આશ્ચર્યકારી વાત તો એ છે કે, વિમલમંત્રીના પૂર્વજો વનરાજ ચાવડા સુધીના ગૂર્જર રાષ્ટ્રના રાષ્ટ્રીય ઇતિહાસમાં સુવર્ણાક્ષરે આલેખાયા છે. તો વિમલના અનુજોનો નામોલ્લેખ છેક કુમારપાળ ભૂપાળ સુધીના ઇતિહાસ સુધી લંબાયેલો છે. ઇતિહાસના અનેક ગ્રંથોમાં જેમનું જીવન કોઈ માળાના મણકા રૂપે છૂટું છવાયું સચવાયેલું જોવા મળે છે. એ બધા મણકાઓની એક મનોહર માળા રૂપે ગુંથણી એટલે જ પ્રસ્તુત પુસ્તક
Page #13
--------------------------------------------------------------------------
________________
કથાના પ્રવેશ-દ્વારે
૧
ગુર્જર રાષ્ટ્ર યુગયુગથી પોતાની આગવી અસ્મિતાથી ભારતીય ઇતિહાસમાં ગૌરવભર્યું સ્થાનમાન પામતું જ આવ્યું છે. વનરાજ ચાવડાએ છેલ્લે છેલ્લે ગુર્જર રાષ્ટ્રનો ખૂબ જ સુદૃઢ પાયો નાખ્યો, આ પાયા પર આગળ જતાં રાજા ભીમદેવે અને એથીય આગળ આગળ વધતાં ચૌલુક્ય રાજા પરમાર્હત શ્રી કુમારપાળે પ્રજાની આધ્યાત્મિક અને ભૌતિક પણ એવી મનોહર માંડણી કરી કે, આ યુગીન ઇતિહાસ સુવર્ણાક્ષરે અંકિત થયો. આવા ઇતિહાસના સર્જક તત્ત્વોના તારલામાં ચંદ્રની જેમ ચમકી ઊઠતા તત્ત્વ
Page #14
--------------------------------------------------------------------------
________________
તરીકે જૈન મંત્રીઓનું યોગદાન ઊડીને આંખે વળગ્યા વિના રહે તેમ નથી. એમાંય મંત્રીશ્વર વિમલે ગુર્જર રાષ્ટ્રની પ્રતિષ્ઠાની વિજયપતાકાને અણનમ રીતે લહેરતી રાખવામાં, ધર્મના ધ્યેયથી જરા પણ ચલાયમાન થયા વિના તન-મન-ધનથી જીવનનું જે સમર્પણ કર્યું, એનો ઇતિહાસ તો ખૂબ જ રોમાંચક છે.
જાણ્યા છતાં અજાણ્યા જેવા આ સુદીર્ઘ ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ, તો દંડનાયક વિમલના પ્રતાપી પૂર્વજો યાદ આવ્યા વિના નહિ રહે. જે વિમલમંત્રીએ તાજ વિનાનું રાજ ભોગવવા જેવું યશસ્વી જીવન જીવી જાણ્યું અને જીવનના ઉત્તરાર્ધની સમગ્રતાને આબુ-ગિરિરાજને કલા અને કોણીથી ભરપૂર જિન-મંદિરોથી મંડિત બનાવવા પાછળ સમર્પી દીધી, એ મંત્રીશ્વર વિમલમાં આવી શક્તિભક્તિનાં અદૃષ્ટ સર્જક પરિબળો તરીકે એમના પૂર્વજોનું નામ-સ્મરણ કરીએ, તો નેઢ, વીર, લહિર અને શ્રેષ્ઠી નીના સહેજે સહેજે સ્મૃતિના સરોવરે કોઈ શતદલ-કમળની અદાથી ઊપસ્યા વિના ન રહે.
ગુજરાતની પાસે જ્યારે રાજાઓ હતા, પણ એમને સુદૃઢ બનાવી રાખે, એવો માતબર મંત્રીવંશ ન હતો, ત્યારે વનરાજ ચાવડાના સમયમાં વિમલમંત્રીના પૂર્વજ નીનાએ જાણે મંત્રીવંશનો પણ સુદૃઢપાયો પૂરવાનું કર્તવ્ય અદા કર્યું. કોઈ શુભ શુકને અને કોઈ ધન્યઘડીએ આ કર્તવ્ય શ્રેષ્ઠી નીનાએ અદા કર્યું હશે, એથી જ એમની પરંપરામાં થયેલા, બળ અને કળથી શૂરા-પૂરા પુરુષો ગુર્જર રાજ્યને દંડનાયક અને મંત્રી તરીકે મળતા રહ્યા. આ પુણ્ય-પરંપરા છેક મહારાજા કુમારપાળ સુધી ચાલતી રહી. એમના રાજ્યમાં પૃથ્વીપાલ અને ધનપાલે મહામાત્યનું પદ વફાદારી અને વીરતાપૂર્વક અદા કરી જાણ્યું હતું, આ બે મંત્રીઓ શ્રેષ્ઠી નીનાના જ વંશજ હતા.
આમ વિક્રમ સંવત ૮૦૨ માં અહિલપુર પાટણની સ્થાપનાના પાયા સાથે ગુર્જર રાષ્ટ્રનો પાયો પણ નંખાયો અને વિ. સં. ૧૨૩૨
આબુ તીર્થોદ્ધારક
૨
Page #15
--------------------------------------------------------------------------
________________
સુધીના સમયમાં મહારાજા કુમારપાળે એ પાયા પર રચાયેલા પ્રાસાદ પર સંસ્કારિતાનો સુવર્ણ કળશ સ્થાપિત કરીને એ શિખરે દિગદિગંતવ્યાપી ધર્મધ્વજ લહેરાતો મૂકવાનું યશસ્વી કર્તવ્ય અદા કર્યું. આ બધામાં દંડનાયક વિમલ અને એમના પૂર્વજો તેમજ અનુજોનો ફાળો નાનોસૂનો આંકી શકાય એમ નથી ! એ પૂર્વજોનો પૂરો પરિચય મેળવવા માટે ભિન્નમાલ નગરમાં દષ્ટિપાત કરવો અનિવાર્ય બની જાય છે.
અનેક તડકી-છાંયડી અનુભવનાર ભિન્નમાલનગરી પાસે પોતાનો એક યશસ્વી-તેજસ્વી ઇતિહાસ છે. રાજકીય, ધાર્મિક કે સાહિત્ય-ક્ષેત્રે ભિન્નમાલનું પ્રદાન અનોખું રહ્યું છે. પુષ્પમાળ, રત્નમાળ અને શ્રીમાળ તરીકે આ નગરી જ્યારે નામાંકિત હતી, ત્યારનો ઇતિહાસ પૂરતા પ્રમાણમાં અનુપલબ્ધ હોવા છતાં, આ નગરી જ્યારથી ભિન્નમાલ તરીકે ઓળખાવા માંડી, ત્યારથી આનો જે ઇતિહાસ ઉપલબ્ધ થાય છે, એ પણ ઓછો રોમાંચક નથી !
પ્રભુ શ્રી મહાવીર પરમાત્માનાં પગલાંથી ભિન્નમાલ નગરી પાવન થયાનો પ્રઘોષ ઇતિહાસમાં સચવાયો છે. આ પરમતારક પ્રભુનો જે શ્રમણસંઘ વટવૃક્ષની જેમ અનેક શાખા-પ્રશાખાઓમાં ફાલ્યો-ફૂલ્યો એમાં શ્રમણ-સંઘીય શાખાઓનાં અનેક નામોમાં એક નામ “ભિન્નમાલ શાખા”નું પણ વાંચવા મળે છે.
પૂર્વે શ્રીમાળ તરીકે ઓળખાતી આ નગરી વિ. સં. ૭૩૧માં ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધ બની, બરાબર આ જ સમયમાં રાજા વૃદ્ધભોજે ઉજ્જૈનનગર વસાવ્યાનો ઉલ્લેખ ઇતિહાસમાં નોંધાયેલો છે. વિક્રમની નવમી શતાબ્દીના સમયે સમૃદ્ધિના સર્વોચ્ચ શિખરે શોભતી ભિન્નમાલ નગરી તત્કાલીન ગુર્જર રાષ્ટ્રના પાટનગર તરીકે પ્રતિષ્ઠિત હતી, તે વખતે ભિન્નમાલથી છેક પંચાસર સુધીનો પ્રદેશ ગુર્જર તરીકે
મંત્રીશ્વર વિમલ
© ૩
Page #16
--------------------------------------------------------------------------
________________
ઓળખાતો હતો, પરંતુ વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણની સ્થાપના કર્યા બાદ આ નવી નગરીને પાટનગરીનું પદ મળતાં ગુજરાતની સીમાનો આખો નકશો જ પલટાઈ ગયો અને ભિન્નમાલ મારવાડ રાજ્યમાં સ્થાન પામ્યું. શ્રીમાળ અને પોરવાડ જ્ઞાતિની ઉત્પત્તિ ભૂમિ તરીકે ભિન્નમાલ આ બે જ્ઞાતિઓની પરંપરા માટે તો અનેક રીતે પૂજનીય-સ્મરણીય રહ્યાના કેટલાય ઉલ્લેખો શાસ્ત્રો અને શિલાઓમાં આજેય અંકિત રહેલા જોવા મળે છે.
ઓસવાળ વંશના નામાભિધાન પૂર્વક ઓસિયા નગરીમાં એક લાખ એંસી હજા૨ નવા જૈનોના સર્જક તરીકે ઇતિહાસમાં ગૌરવભર્યું માન પામનારા પૂ.આ.શ્રી રત્નપ્રભસૂરિજી મહારાજની જન્મભૂમિ ભિન્નમાલ હતી, જેમના ચરણોદકના પ્રભાવે વિષની અસર નિષ્ફળ બની જતી હતી, એવા પૂ. આચાર્ય શ્રી દેવગુપ્તસૂરિજી મહારાજનો આચાર્યપદ મહોત્સવ વિ. સં. ૧૧૦૮ માં આ નગરીમાં ઊજવાયો, ત્યારે ભેસા-શાહ નામના ગુરુભક્ત શ્રેષ્ઠીએ ૭ લાખ દ્રમ્મનો સર્વ્યય કર્યાની નોંધ ઇતિહાસનાં પાને આજેય સુરક્ષિત છે. વિશ્વવિખ્યાત કાલ્પનિક કથાકૃતિ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા મહાકથાના રચયિતા શ્રી સિદ્ધર્ષિગણિની જન્મભૂમિ આ જ ભિન્નમાલનગરી હતી. ગુજરાતના ઇતિહાસમાં ગૌરવભર્યું સ્થાન પામનાર મહામાત્ય શાંતનુ પણ ભિન્નમાલના જ હતા. મહાકવિ માઘ આ જ નગરમાં શ્રી સિદ્ધર્ષિગણિના વંશમાં જન્મ્યા હતા, તેમજ રાજા તરફથી જોઈએ એવી કદર ન થતાં અકિંચન બનેલા માઘ કવિ દાનની ભાવનામાં આ જ નગરીમાં મૃત્યુ પામ્યા હતા, એવી કથા પણ ઉપલબ્ધ છે. નિકોલસ યુલેટ નામના અંગ્રેજ વેપારીએ ઈ. સં. ૧૬૧૧માં અમદાવાદથી જાલોરનો પ્રવાસ ખેડ્યો, ત્યારે ભિન્નમાલના કોટનો વિસ્તાર ૩૬ માઈલનો હોવાનો એણે ઉલ્લેખ કરેલ છે. આમ, આબુથી પશ્ચિમમાં ૫૦ માઈલની દૂરાઈ પર આજેય પ્રતિષ્ઠિત ભિન્નમાલનગરનો ઇતિહાસ ઘણો લાંબો અને ઘણો જ રોમાંચક છે.
આબુ તીર્થોદ્ધારક
૪
Page #17
--------------------------------------------------------------------------
________________
દંડનાયક વિમલના પૂર્વજ શ્રી નીના શ્રેષ્ઠી પણ આ જ ભિન્નમાલનગરનું એક રત્ન હતું. આ રત્નનાં અજવાળાં જ્યારે ભિન્નમાલને અજવાળી રહ્યાં હતાં, ત્યારની ભિન્નમાલની ભવ્યતા તો કોઈ ઓર જ હતી. ત્યારે દરેક જ્ઞાતિ આ નગરીમાં આબાદી પૂર્વક વસતી હતી. મંદિરો, ધર્મશાળાઓ અને સંસ્કૃત પાઠશાળાઓથી ભરચક આ નગરીમાં ત્યારે જૈન ધર્મની જાહોજલાલી તો ચરમ-સીમાએ હતી અને એનું શ્રેય સેંકડોની સંખ્યામાં અસ્તિત્વ ધરાવતાં જિનમંદિરો અને ઉપાશ્રયોને ફાળે જતું હતું. સંસ્કારની જેમ સંપત્તિના અને ધર્મની જેમ ધનના પણ ત્યારે ભિન્નમાલમાં અખૂટ ભંડાર ભર્યા પડ્યા હતા. એથી ત્યારે ત્યાં એવી સુંદર વ્યવસ્થા પ્રચલિત હતી કે, કોટિપતિ શ્રેષ્ઠીઓના નિવાસ કોટની અંદર રહેતા ને શ્રેષ્ઠીઓ કોટની બહાર વસતા, કોટમાં વસનારો સમૂહ ત્યારે કોટિધ્વજ તરીકે ઓળખાતો, એ કોટિપતિ-સમૂહના મહાલયો-મહેલો પર લહેરાતો રહેતો ધ્વજ દિન-રાત ગરીબ-ગુરબાંઓને ઈચ્છિત દાન માટે આમંત્રણ આપતો રહેતો અને એ આમંત્રણ મુજબ આવનારા યાચકો ઇચ્છાથીય વધારે મેળવીને એ કોટિધ્વજોની કીર્તિને દિગદિગંતમાં ગજાવતા રહેતા. આવા કોટિધ્વજોની સંખ્યા ભિન્નમાલમાં ઠીક ઠીક મોટી હતી અને એમાં પણ નીના શ્રેષ્ઠીની નામના-કામના તો વળી અજોડ હતી.
દાનવીરતા, ધર્મપ્રિયતા, ઔદાર્ય, પરદુઃખભંજનતા આ અને આવા અનેક ગુણોથી શોભતા નીના શ્રેષ્ઠી જો ભિન્નમાલના નાક ગણાતા હતા, તો પછી જૈનસંઘનાં મોભી તરીકે એ શોભતા હોય, એમાં આશ્ચર્ય શું હતું ? ભિન્નમાલના જૈનસંઘમાં એમનું સ્થાન માનનીય હતું અને એમાં કારણ તરીકે એમના જીવન-તીરે રચાયેલી પુણ્ય, પૈસા, પ્રતિષ્ઠાની ત્રિવેણી કરતાં, એમની વૃત્તિમાં પ્રતિષ્ઠિત બનેલી ધર્મમયતા વધુ ભાગ ભજવતી હતી.
સામાન્ય માણસો સંપત્તિનું સ્વામીત્વ પામવા, દેવો પાછળ દોડધામ કરતા હોય છે. છતાં એમની એ દોડને નરી નિષ્ફળતા જ મંત્રીશ્વર વિમલ છે ૫
Page #18
--------------------------------------------------------------------------
________________
વરતી હોય છે, જ્યારે અસામાન્ય પુરુષોની પાછળ એમના પુણ્યથી આકર્ષિત દેવશક્તિ ભક્તિ માટે દોડધામ કરતી હોય છે. નીના શ્રેષ્ઠીને આવા અસામાન્ય પુરુષોની કક્ષા આપવી પડે, એમ હતી. કારણ કે લક્ષ્મીદેવી એમની પર ચાર હાથે કૃપા વેરતાં હતાં, અને એઓ પણ પુણ્યયોગે મળેલી લક્ષ્મીનો એવો સુંદર સદુપયોગ કરતા હતા કે, લક્ષ્મીદેવીને એમના ઘરમાંથી ખસવાનું મન જ થતું નહોતું !
પૈસાથી પૂરા પુરુષો ઘણીવાર પુત્રથી અધૂરા હોય છે, એથી એક આ અધૂરાશ એમની સંપૂર્ણ પુરાંતને ઉધારમાં ખતવી દેતી હોય છે. નીના શ્રેષ્ઠી આ વાતેય સુખી હતા. એમને લહિર નામનો એક એવો સુપુત્ર હતો કે, જેના દર્શનથી લોકો બોલી ઊઠતા કે, ભાઈ ! આ તો સિંહપુત્ર છે, એકલપંડે હજારને હંફાવે, એવો આ લહિર તો પૂરા પુણ્યશાળીને જ મળે !
નીના શ્રેષ્ઠીનાં ધર્મપત્ની સુલલિતા-દેવી પણ પોતાના પતિદેવનું નામ રાખે એવાં હતાં. સૌંદર્યમાં, સૌહાર્દમાં અને શીલમાં એમની જોડ જડવી મુશ્કેલ હતી. આમ લોકોની દૃષ્ટિએ તો નીના શ્રેષ્ઠીના આંગણે જાણે સ્વર્ગ જ અવતર્યું હતું. આવી અઢળક સમૃદ્ધિનું સ્વામીત્વ મળવા છતાં, નીના શ્રેષ્ઠીમાં ગર્વનો છાંટોય જોવા નહોતો મળતો. એઓ સમજતા હતા કે, આ સંસાર તો પુણ્ય-પાપને લીલા કરવાનું એક ક્રીડાંગણ છે, આમાં કદીક પુણ્ય પ્રબળ હોય છે, ત્યારે સુખનો સાગર લહેરાય છે, તો પાપ જ્યારે પ્રબળ બને છે, ત્યારે આ સાગરને સૂકવી નાખતો દુઃખનો દાવાનલ ભડભડી ઊઠે છે ! એથી સુખમાં લીન બનવું અથવા તો દુઃખમાં દીન બનવું, એ ડહાપણનું કામ નથી. પોતાના પરિવારને નીના શ્રેષ્ઠી અવારનવાર હૈયામાં જડાઈ ગયેલી આવી આવી ઘણી વાતો કરતા, એથી એમનો આખો પરિવાર ધર્મના રંગે રંગાયેલો જોવા મળતો.
વર્ષો વીતી ગયા પછીની કોઈ અશુભ પળે, શેઠ અને શેઠના પરિવારને લાગેલો ધર્મ-રંગ હળદરિયો હતો કે અસ્થિમજ્જા જેવો સુદૃઢ આબુ તીર્થોદ્ધારક
૬
Page #19
--------------------------------------------------------------------------
________________
હતો - આ વાતની અગ્નિપરીક્ષા લેતી એક પરિસ્થિતિ, અણધારી અને એકાએક આવી. પણ એ પરીક્ષાની અગનજવાળામાં તો સુવર્ણની જેમ એ સૌનો ધર્મ-રંગ વધુ ઝળકી ઊઠ્યો. બન્યું એવું કે, એક રાતે લક્ષ્મીદેવીએ નીના શેઠને સ્વપ્નમાં દર્શન દીધાં અને પૂછ્યું કે
“શેઠ ! કહો કે બળવાન કોણ ! હું લક્ષ્મીદેવી કે પુણ્યદેવ ?”
શેઠ સમજુ હતા, એમણે કહ્યું : સામાન્ય જન ભલે લક્ષ્મીદેવીને બળવાન માને, પણ ખરી રીતે તો પુણ્યદેવ જ બળવાન છે. કારણ કે પુણ્યદેવ જ લક્ષ્મીદેવીને વશ બનાવવા સમર્થ છે. પુણ્યનો દેવ રીઝે, તો રંક પણ રાજા બની જાય, અને દેવ ખીજે, તો ઘડી પહેલાંનો રાજા ઘડી પછી રંકમાં ફેરવાઈ જાય !
લક્ષ્મીદેવી શેઠની સમજણ પર ઓવારી ગયાં. એમણે કહ્યું : એક વાતની આગાહી કરવા હું આવી છું, પણ મને ભય છે કે, એથી તમને દુઃખ તો નહિ થાય ને?
શેઠને વાતનો કંઈક એવો અણસાર તો આવી ગયો કે, કદાચ મારો પુણ્યનો ભંડાર ખૂટ્યો હોય અને એથી આ લક્ષ્મીદેવી વિદાય માંગવા આવ્યાં હોય ? છતાં ધર્મ-રંગી શેઠે અપૂર્વ ખુમારી સાથે કહ્યું કે, દેવી ! એમાં ડર રાખવાની શી જરૂર છે ! જે હોય, એ નિઃસંકોચ કહી દો. ધર્મનાં જેણે ધાવણ પીધાં હોય, એ જેમ સુખમાં જીવી જાણે છે, એમ દુઃખમાંય મસ્તીથી જીવી જાણવાનું ધર્મ-બળ એની પાસે હોય જ છે. - લક્ષ્મીદેવીને થયું કે, અરે ! મારે શું આવા ધર્મી શેઠ પાસેથી વિદાય લેવી પડશે ? એમણે કહ્યું શેઠ ! ધર્મનાં ધાવણ તમે ખરેખર પચાવી જાણ્યાં છે ! બોલતાં મારી જીભ ઊપડતી નથી, પણ હું પરવશ છું, એથી કપાતા કાળજે આજે કહેવું પડે છે કે, તમારો પુણ્યનો ભંડાર હવે ખૂટવા આવ્યો છે, એથી પુણ્યદેવના આદેશને શિરોધાર્ય રાખીને મારે હવે નછૂટકે આ ઘર છોડવાનો વખત આવ્યો છે. હું મંત્રીશ્વર વિમલ () ૭
Page #20
--------------------------------------------------------------------------
________________
ધીમે ધીમે તમારા ઘરમાંથી વિદાય લઈશ, પણ એટલી મારી ભવિષ્યવાણી કાળજે કોતરી રાખજો કે, તમારા પુણ્ય ને પ્રારબ્ધને ફરી જાગ્રત થવા માટે ગુજરાતની ભૂમિ પર આવેલું ગાંભુનગર એક ખૂબ જ અનુકૂળ ક્ષેત્ર છે.
લક્ષ્મીદેવીની આ આગાહી સામે શેઠને કોઈ જાતની દલીલ કે કોઈ જાતની અપીલ કરવાની ન હતી. આટલો વખત સુખની મજા માણી, તો હવે દુઃખની સજા પણ સહર્ષ વેઠવા એઓ તૈયાર હતા. એમના અંતરમાં એવો આનંદ-ધ્વનિ ગુંજી ઊઠ્યો કે આ દિવસોય એક દહાડે પસાર થઈ જશે ! શેઠના મોં પર ફરિયાદનો કોઈ ભાવ ન કળાતાં લક્ષ્મીદેવી અદશ્ય થઈ ગયાં. શેઠ પાછા ઘસઘસાટ સૂઈ ગયા.
બીજે દિવસે શેઠે જ્યારે શવ્યાનો ત્યાગ કર્યો, ત્યારે એમનાં તન, મન, બદન પર રોજ જેવી જ પ્રસન્નતા પ્રકાશ વેરી રહી હતી, કારણ કે એમના અંતરમાં પાકો વિશ્વાસ હતો કે, લક્ષ્મીદેવીની જે આગાહી મને અપ્રસન્ન બનાવી શકી નથી, એ મારા પરિવારને પણ અપ્રસન્ન નહિ જ બનાવી શકે ! એથી સમય મેળવીને શેઠે પોતાના પરિવારને એકઠો કરીને ગઈ રાતના સ્વપ્નની વાત કહી સંભળાવી. એ વાત પૂરી થતાં જ સાવ સહજ રીતે શેઠના પુત્ર લહિરે પોતાનો મનોભાવ વ્યક્ત કરતાં કહ્યું : પિતાજી ! આપણે એટલા પુણ્યશાળી ગણાઈએ કે, આ રીતે લક્ષ્મીદેવીએ આપણને દાન-પુણ્ય કરવાનો અવસર આપ્યો ! જો લક્ષ્મીદેવી હવે વિદાય થવાનાં જ છે, તો પછી આ લક્ષ્મીનો થાય એટલો સદુપયોગ સાત ક્ષેત્રમાં કરવા દ્વારા, આવા પ્રસંગે પણ આપણને અણનમ રહેવાનું પીઠબળ પૂરું પાડનારા જિનધર્મની જેટલી સેવા થાય, એટલી કરી લઈએ અને પછી ગુજરાત ભણી જવાનો વિચાર કરીએ.
આ વાતને સુલલિતાદેવીએ પણ વધાવી લીધી. એમણે કહ્યું કે, લક્ષ્મીદેવી વિદાય થવાનાં છે, એ આશ્ચર્યની વાત ન ગણાય, પણ આટલા દિવસ સુધી તેઓ આપણે ત્યાં સ્થિર થયાં, એને જ આશ્ચર્ય
૮ આબુ તીર્થોદ્ધારક
Page #21
--------------------------------------------------------------------------
________________
ગણવું જોઈએ, કારણ કે જીવન, પવન અને તનની જેમ ધનનો સ્વભાવ પણ ચલ છે. માટે આ ચલના ભોગે અચલ એવો ધર્મ જેટલો થાય, એટલો કરી જ લેવો જોઈએ. આ સાંભળીને શેઠના આનંદને કોઈ આરો-ઓવારો ન રહ્યો. આવો પરિવાર મળવા બદલ મનોમન એઓ જાતને બડભાગી માની રહ્યા.
સરિતાનો સ્વભાવ જલ-દાન કરવાનો છે, એમાં વળી પાછી વર્ષાઋતુ આવે અને મેઘરાજા પૂરી મહેર કરે, પછી સરિતાના એ સ્વભાવમાં થતો વધારો કોણ કલ્પી શકે ? નીના શેઠની દાનસરિતા માટે જાણે લક્ષ્મીદેવીની ભવિષ્યવાણીએ વર્ષાઋતુની ગરજ સારી અને એથી દાનની એ નદીના પ્રવાહોએ સાત ક્ષેત્ર તરફ વળાંક લઈને જૈનશાસનનો જય જયકાર જગવવામાં કંઈ બાકી ન રાખ્યું ! એકદમ હેલે ચડેલી શેઠની દાન-ભાવના ભિન્નમાલને એક વાર તો આશ્ચર્યચકિત બનાવી ગઈ. ભિન્નમાલમાં એ વખતે પ્રાગવાટ-પોરવાડ જ્ઞાતિની આબાદી ચરમ શિખરે પહોંચેલી હતી અને નીના શેઠ પોરવાડ જ્ઞાતિના એક અગ્રગણ્ય તરીકે પંકાયેલા હતા. મન મૂકીને ધનની વર્ષા કરતા શેઠને જોઈને પોરવાડ જ્ઞાતિના થોડાક શ્રેષ્ઠીઓ એક દિવસ નીના શેઠ પાસે જઈ પહોંચ્યા અને એમણે કહ્યું : શેઠ ! આપને તો એ વાતની ખબર જ હશે કે, આ નગરમાં કોટની અંદર કોણ વસી શકે છે?
આ પ્રશ્નનું રહસ્ય પામી જતાં શેઠને વાર ન લાગી, છતાં એમણે મનની વાત છુપાવતાં કહ્યું. હું જ શા માટે સૌ કોઈ આ વાતથી પરિચિત છે. કોટિપતિને જ આ કોટમાં વસવાનો અધિકાર છે અને લખપતિ કોટની બહાર રહેવા બંધાયેલો છે. આ વાત તો અહીં આબાળ-ગોપાળ પ્રસિદ્ધ છે. એથી મને આશ્ચર્ય થાય છે કે, તમને આજે આવો પ્રશ્ન કરવાનું કેમ મન થયું ?
પોરવાડ-શ્રેષ્ઠીઓએ કહ્યું : અમને પણ એ જ વાતનું આશ્ચર્ય થાય છે કે આપ આટલું જાણો છે, છતાં કોટિધ્વજ ઉતારવો પડે, એવી પ્રવૃત્તિ આપે શા માટે આદરી છે? આપ તો અમારા નાક છો, આપના મંત્રીશ્વર વિમલ ૨૦ ૯
Page #22
--------------------------------------------------------------------------
________________
પુણે અમે સૌ સુખી છીએ. કોઈ પણ ભોગે અમે આપને આ કોટની બહાર વસવા દેવા માંગતા નથી. અમને એવો વિશ્વાસ છે કે, આટલી વાત પરથી આપ બધું સમજી જ ગયા હશો ! નીના શેઠે હળવું હાસ્ય કરતાં કહ્યું : તમે બધા મને દાન કરતા અટકાવવા આવ્યા લાગો છો, પણ પુણ્ય જ્યારે પરવારવાનું હોય, ત્યારે કોટિધ્વજ તો શું, પણ આ જન્મભૂમિને પણ તજવાનો વખત આવે !
સામેથી પ્રશ્ન થયો : પણ આપ તો પુણ્યથી પૂરા-શૂરા છો, લક્ષ્મીદેવીના આપની પર ચાર હાથ છે, પછી આવી અમંગળ વાણી ઉચ્ચારવાનો શો અર્થ?
નીના શેઠને થયું કે, અંતરની વાત કર્યા વિના હવે ચાલશે જ નહિ, એથી એમણે સ્વપ્નની વાત રજૂ કરી અને હવે પછીના થોડા જ દિવસોમાં ગાંભુ ભણી પ્રયાણ કરવાનો લીધેલો નિર્ણય જણાવ્યો. શેઠની આ વાત સાંભળી સૌએ આઘાત અનુભવતાં કહ્યું : શેઠ ! પણ અમે બધા બેઠા છીએ ને ? અમારા પૈસા આપના જેવા સાધર્મિકની ભક્તિમાં આવા અવસરે કામ નહિ આવે તો ક્યારે લાગશે ? માટે અમે લળીલળીને વીનવીએ છીએ કે, આપ કોઈ પણ હિસાબે આ કોટિધ્વજનો ત્યાગ ન જ કરતા, પછી આ જન્મભૂમિનો ત્યાગ કરવાની વાતને તો અવકાશ જ ક્યાં રહે છે ?
નીના શેઠે જવાબમાં કહ્યું : તમારા જેવા સાધર્મિક સાથે સહવાસ મળવા બદલ તો જેટલી ધન્યતા અનુભવું એટલી ઓછી છે, પણ આ રીતે તમારી ભક્તિ પર જીવવા કરતાં શક્તિ અજમાવીને જીવવામાં જ પુરુષનું પુરુષાતન દીપે છે. આ વાત શું તમારા જેવા શાણાઓને પણ મારે સમજાવવાની હોય ખરી ?
પોરવાડ-શ્રેષ્ઠીઓ અને શેઠ છૂટા પડ્યા. બંને પોત-પોતાની વાતને વળગી રહ્યા હતા, પણ અંતે નીના શેઠની મક્કમતા આગળ સૌને નમતું તોળવું પડ્યું. આ પછી બીજી જ્ઞાતિઓના આગેવાનોએ પણ નીના શ્રેષ્ઠીને પોતાનો નિર્ણય બદલવા ઘણી ઘણી વિનંતી કરી,
| ૧૦ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #23
--------------------------------------------------------------------------
________________
પણ શેઠ તો હવે લક્ષ્મીદેવીની ભવિષ્યવાણી સાચી પાડવા ગાંભુ તરફ પ્રયાણ કરવાના દિવસો ગણી રહ્યા હતા. એ ઘડી-પળ થોડા જ દિવસો પછી આવી ઊભી, જ્યારે નીના શ્રેષ્ઠીનો પરિવાર હસતે હૈયે ભિન્નમાલની વિદાય સ્વીકારી રહ્યો હતો. જોકે જન્મભૂમિથી વિખૂટા પડવાની વેદના સૌના હૈયામાં હતી ખરી, પણ એનું સ્થાન તો હૈયાનો ભીતરી પ્રદેશ હતો, જયારે કર્મકૃત આવી પરિસ્થિતિને હર્ષથી વધાવી લેવાની પ્રસન્નતાનું સ્થાન હોઠ હતું. ભિન્નમાલની પ્રજા નીના શેઠના પરિવારની એ ધર્યવૃત્તિને ધન્યવાદ આપીને વધાવી રહી, પરંતુ ત્યારેય સૌનાં અંતર તો જાણે વજઘાતની વેદનાથી વિહળ હતાં.
ભિન્નમાલનો સીમાડો આવતાં જ પ્રજાએ મુસીબતે ખાળી રાખેલો આંસુનો બંધ પાંપણની પાળ તોડીને વહી નીકળ્યો. નીના શ્રેષ્ઠીએ સૌને પાછા વળવાનો ઇશારો કરતાં એટલું કહ્યું : બોલ્ય-ચાલ્યું માફ કરજો, અન્નજળ હશે, તો વહેલા વહેલા પાછાં મળીશું ! હું કાયાથી ગાંભુ તરફ જઈ રહ્યો છું, પણ મારું કાળજું તો અહીં જ છે !
-ને શેઠના પરિવારને સમાવતા રથે ગાંભુ ભણી આગે બઢવા ઝડપી ગતિ પકડી. એની ઘૂઘરીના ઘમકાર પણ ભિન્નમાલની પ્રજાના અંતરમાં વેદના-આઘાત અને વિહળતાનું આંદોલન જગવવામાં નિમિત્ત બની રહ્યા.
મંત્રીશ્વર વિમલ
છે ૧૧
Page #24
--------------------------------------------------------------------------
________________
વનરાજનો વનવાસ
|
TODIO
BOUરી
GOO
કેડે કટારી ઝૂલી રહી હતી અને ખભે ઢાલ શોભી રહી હતી, મુખમુદ્રા પર વણિકત્વ અને વીરત્વનું તેજ ઝગારા મારી રહ્યું હતું. ઢીંચણ સુધી લંબાયેલા બાહુ, સિંહ જેવી છાતી, નજરમાં નાચતી વેધકતા તેમજ હાથ અને હૈયામાં ઊછળતી હિંમત : આ બધી વિશેષતાઓનો સંગમ જેની કાયામાં રચાયો હતો, એવો એ વણિક એક અશ્વ પર બેસીને નિર્ભયતાથી આગળ વધી રહ્યો હતો. ભરજંગલમાંથી એનો રસ્તો પસાર થતો હતો, પણ ભય તો એની પાસે જાણે ડોકાતો જ ન હતો !
Page #25
--------------------------------------------------------------------------
________________
શિયાળાના દિવસો હતા. મધ્યાહ્નનો સમય હતો, માથે સૂરજ ઉષ્મા વેરી રહ્યો હતો, આ માર્ગ કોઈ ગામડા કે કોઈ જંગલ સાથે સંકળાયેલો ન હતો, એનું જોડાણ ગુર્જર રાષ્ટ્રનાં મુખ્ય મુખ્ય શહેરો સાથે થતું હતું. પણ છેલ્લા કેટલાક સમયથી આ વિભાગ અસલામત બન્યો હતો. ધોળે દહાડે પણ ચોર-લૂંટારાના ભયના ભણકારા આ માર્ગે સતત સંભળાતા રહેતા હતા, એથી આખો માર્ગ ઉજ્જડ અને વેરાન જેવો જણાતો હતો. પરંતુ આ માર્ગે પોતાના અશ્વને દોડાવતા એ વણિકના કોઈ રૂંવાડે પણ ભયનો વાસો કળાતો ન હતો. હવે તો એક ગીચ ઝાડીવાળો પ્રદેશ શરૂ થતો હતો, છતાં કોઈ જાતના ભય વિના એણે પોતાના અશ્વને એ રસ્તે આગળ હંકાર્યો, એ વણિકમાં ભયનું નામનિશાન નહોતું, છતાં એ સાવધ તો પૂરેપૂરો હતો. કારણ કે આ પ્રદેશની ભયંકરતાનો એને બરાબર ખ્યાલ હતો.
થોડી પળો પસાર થઈ. થોડો પ્રદેશ કપાયો અને ગીચ ઝાડી શરૂ થઈ. એ ઘોડેસવાર હવે વધુ સાવધ થઈને આગળ વધવા માંડ્યો, પણ થોડો વધુ રસ્તો કપાતાં જ ઝાડીમાંથી બુકાનીધારીઓનું એક ટોળું એકાએક બહાર રસ્તા પર ધસી આવ્યું. એ ટોળાના સરદારે એક રાડ નાખી : અરે ! વાણિયા ઊભો રહી જા. અમારી સામે આ રીતે ઘોડા પર ચડીને આગળ વધતાં તને શરમ પણ નથી આવતી?
વણિકે સાવધ થઈને શૂરાતનથી જવાબ વાળ્યો : મને રોકનારા તમે વળી કોણ? હું મારા રસ્તે જઈ રહ્યો છું. મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી, પછી મારે શરમ કે બીક રાખવાની જરૂર જ શી છે?
લૂંટારાઓના સરદારને થયું કે, આ વાણિયો વાતથી નહિ, લાતથી જ માને એવો લાગે છે ! એથી એણે કહ્યું : એ તારી ડાહીડમરી વાતો તારી પાસે રાખ. અમે તો આ વનના રાજા છીએ, અમારી રજા વિના તું પગલું પણ આગળ નહિ વધી શકે અને તારી પાસેથી બધું લૂંટી લીધા વિના અમે તને રજા આપીએ એમ નથી ! બોલ, તું ક્યાંથી આવે છે? અને આ કેડે પોટલી શાની બાંધી છે? મંત્રીશ્વર વિમલ ર૦ ૧૩
કાટા ક આ
Page #26
--------------------------------------------------------------------------
________________
વણિક તો સત્ય અને સચ્ચાઈની મૂર્તિ હતો. એણે કહ્યું : બોલવું જ પડે તો જૂઠું ન બોલવાની મારે બાધા છે, હું પરદેશથી કમાઈને મારા ગામે જઈ રહ્યો છું અને આ કેડે મેં એ બધી કમાણી બાંધી છે. બોલો, હવે તમે શું કરવા-કહેવા માંગો છો ?
અટ્ટહાસ્ય સાથે જવાબ મળ્યો : વાણિયો થઈનેય અમને પૂછે છે કે, હવે તમે શું કરવા માંગો છો ? અમે લૂંટારા છીએ. અમારો ધંધો લૂંટવાનો છે, આટલી વાત પરથી બધું સમજી જા, વાણિયા ! નહિ તો અહીં ધિંગાણું મચશે. તું એકલો છે. અમે ત્રણ છીએ, એથી પૈસો અને પ્રાણ : આ બંને ખોવાનો વખત ન આવે, એમ કરવામાં જ ખરી વાણિયાબુદ્ધિ છે !
ણિકથી હવે ન જ રહેવાયું, એણે પણ પડકારની ભાષામાં કહ્યું : તમે લૂંટારા છો, માટે જ તો મેં આવો પ્રશ્ન કર્યો છે ! બોલો, તમે હવે શું કરવા માંગો છો ?
‘શું કરવા શું ? તને લૂંટવા માંગીએ છીએ !' બધા જ લૂંટારા એકી સાથે બોલી ઊઠ્યા. એમના અટ્ટહાસ્યના પડઘાથી આખું જંગલ જાગી ઊઠ્યું.
એ વિણક પણ કંઈ કમ ન હતો કે, આ રીતે એ લૂંટાઈ જાય ! એણે કહ્યું : લૂંટાય એ બીજા, આ વાણિયો નહિ. તમે જો સીધી રીતે મદદ માંગતા હો, તો આ આખી પોટલી દાનમાં આપી દેવા તૈયાર છું, પણ જો તમે વાંકાઈથી કે બંદૂકની અણી બતાવીને મારી પાસેથી આ પોટલી પડાવી લેવા માંગતા હો, તો અંદરનો માલ તો શું, પરંતુ આ બાંધેલું કપડું પણ આપવાની મારી તૈયારી નથી !
લૂંટારાઓને થયું કે, આ વાણિયાની ચસકી ગઈ લાગે છે. એથી જ કમાણીનો ભેદ ખુલ્લો કરી દઈને આ રીતે આ બડાઈ હાંકી રહ્યો છે ! એમણે પોતાની ટેક દર્શાવતાં કહ્યું કે, દાનમાં લે, એ બીજા, વનના આ રાજાઓ કદી પણ કોઈની સામે હાથ લંબાવવામાં સમજ્યા
૧૪
આબુ તીર્થોદ્વારક
Page #27
--------------------------------------------------------------------------
________________
નથી ! માટે હવે અમને છેલ્લી વાર બરાબર સાંભળી લે કે, કાં આ બધું ધન અમારા ચરણે મૂકી દે અથવા તો અમારી સાથે લડવા તૈયાર થઈ જા ! બોલવામાં બહાદુર તો ઘણા હોય છે, જોઈએ હવે તારી બહાદુરી બોલવા પૂરતી જ છે કે....
લૂંટારાઓ વાક્ય પૂરું કરે, એ પહેલાં તો પેલો વણિક પોતાના ઘોડા પરથી કૂદીને નીચે જમીન પર આવી ઊભો, પોતાના ભાથામાં પાંચ બાણ હતાં, એમાંથી બે બાણ દીવાસળીની સળીની જેમ ભાંગીને એણે ફેંકી દીધો અને બહાદુરીપૂર્વક એણે પડકાર કર્યો કે, બોલો, મારી સાથે લડવા અને બળાબળની પરીક્ષા કરવા કોણ તૈયાર છે? તમે એમ ન સમજતા કે, ઢીલી ખીચડીનો ખાનારો આ વાણિયો માત્ર બોલવામાં જ બહાદુર છે ! આ હાથ જેમ ત્રાજવું ઝાલી શકે છે, એમ તલવાર પણ તાણી જાણે છે. આ કાયાને જેમ દુકાન ફાવે છે, એમ યુદ્ધના મેદાનમાં ઘૂમવું પણ ફાવે છે.
ઘોડા પરથી નીચે ઊતરી પડીને એ વણિકે જે કંઈ કર્યું, એની પરથી લૂંટારાઓને લાગ્યું કે, આ વાણિયો કાં પૂરેપૂરો પરાક્રમી હોવો જોઈએ, કાં તો પૂરેપૂરો પાગલ હોવો જોઈએ ! નહિ તો લડવાનો લલકાર કરીને આમ ઘોડા પરથી કોઈ નીચે ઊતરી પડે ખરું? તેમજ આ રીતે બાણ ભાંગીને ફેંકી દે ખરું? લૂંટારાઓ વિચારમગ્ન અને ગંભીર બની ગયા. થોડી વાર પછી એમણે પૂછ્યું : વાણિયા! લડજે પછી, પહેલાં તું અમને એ જણાવ કે, તું ઘોડા ઉપરથી નીચે કેમ ઊતરી પડ્યો, તેમજ બે બાણને તે ભાંગીને ફેંકી કેમ દીધાં? અમને અત્યારે ધન લૂંટવાની જેટલી ઉતાવળ નથી, એટલી ઉતાવળ આ બે વાત પાછળનું રહસ્ય જાણવાની છે !
પોતાનાં ધનુષ્ય-બાણને જરા આઘાં મૂકીને વણિકે કહ્યું : તો સાંભળી લો. હું જૈન છું, કોઈની હિંસા નહિ કરવાની મારે પ્રતિજ્ઞા છે, કદાચ સ્વ-બચાવ માટે સંગ્રામ ખેલવાનો અવસર આવી જ લાગે, તો એક વ્યક્તિ પર એકથી વધુ બાણ નહિ છોડવાની મારી ટેક છે, તેમજ મંત્રીશ્વર વિમલ રે ૧૫
Page #28
--------------------------------------------------------------------------
________________
અનીતિથી યુદ્ધ નહિ કરવાની મારી દૃઢ નિષ્ઠા છે. તમે નીચે ઊભા હો અને હું ઘોડે ચઢીને લડું, એ અનીતિ ગણાય. તમે ત્રણ છો અને મારી પાસે બાણ પાંચ હતાં, એથી કદાચ ભાગ્યયોગે મારું એકાદ બાણ નિષ્ફળ જાય, અને બીજી વાર કદાચ બાણ છોડવા મારું મન લલચાઈ જાય, તો પ્રતિજ્ઞા-ભંગ થાય. આ બે કારણોસર હું ઘોડા પરથી નીચે ઊતરી ગયો, તેમજ બે બાણ મેં ભાંગીને ફેંકી દીધાં.
લૂંટારાઓ માટે તો આ બધો જૂની આંખે નવો તમાશો હતો. આ વાણિયો એમને કોઈ જુદી જ માટીનો લાગ્યો, એથી પડકારની ભાષા પડતી મૂકીને પ્રેમની બોલીનો આશરો લેતાં એમણે પૂછ્યું : તને શું તારી જાત અને જવાંમર્દી પર આટલો બધો વિશ્વાસ છે? શું તારાં ત્રણ બાણથી અમે ત્રણે વીંધાઈ જ જઈશું? અમારે તારું પારખું કરવું છે, તું ખરેખર જો આવો જ બાણાવળી હોય, તો સામે આકાશમાં ઊડતા પેલા પંખીને બાણ મારીને પટકી બતાવ, તો અમે માનીએ કે, તું ખરેખરો બાણાવળી છે !
ધર્મને ધક્કે ચડાવીને આબરૂ મેળવવાની ઘેલછા એ વણિકમાં નહોતી, એણે રોકડો જવાબ વાળ્યો કે, એ પંખીએ મારો શો અપરાધ કર્યો છે કે, એને હું બાણથી વીંધું ! મારે તો તમારી સામેય લડવું નથી, પણ તમે લડવાની ફરજ પાડો છો, એટલે નછૂટકે મારે ધનુષબાણ પર હાથ મૂકવો પડે છે ! મારી બાણ-શક્તિની પરીક્ષા તમારે કરવી જ હોય, તો એક નિર્દોષ રસ્તો છે. લો, આ મારી મોતીની માળા ! આ માળા લઈને તમારામાંનો એક માણસ મારી નજર પહોંચે, એટલે દૂર જઈને ઊભો રહે. પછી પોતાના માથા પર એ આ માળા મૂકી દે. હું અહી ઊભા ઊભા મારું બાણ એવી રીતે મૂકીશ કે, એ માણસનો એક વાળ પણ વાંકો ન થાય ને મારું બાણ એ માળાને લઈને આગળ વધી જાય.
લૂંટારાઓના આશ્ચર્યને અવધિ ન રહી. આ પ્રયોગ જોખમી હતો, છતાં એમાંનો એક લૂંટારો તૈયાર થઈ ગયો. એ માળા લઈને દૂર જઈને
૧૯ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #29
--------------------------------------------------------------------------
________________
ઊભો અને બધાના આશ્ચર્ય વચ્ચે વણિકે એક બાણ એવું છોડ્યું કે, પેલા લૂંટારાના એક વાળને પણ વાંકો કર્યા વિના મોતીની માળાને લઈને એ દૂર દૂર ચાલ્યું ગયું ! આવી બાણકળા પર લૂંટારાઓનો આગેવાન આફરીન થઈ ગયો, એણે દૂર ઊભેલા પોતાના એક સાથીને કહ્યું કે, એ બાણ અને મોતીની એ માળા લઈને તું જલદી અહીં આવી જા. આપણે આ કળાવાનની કંઈક કદર કરીએ !
મોતીની માળા લેવા જનારનો પ્રયાસ નિષ્ફળ ન જાય, એ દૃષ્ટિથી વણિકે કહ્યું : એ માણસ આમ ચાલતો જ જશે, તો મોતીની માળા લઈને પાછો ક્યારે ફરશે ? મારું એ બાણ ઓછામાં ઓછું અહીંથી ગાઉથીય વધુ દૂર ગયું હશે, માટે મારો આ ઘોડો લઈને કોઈને એ માળા લેવા મોકલો. એ ઘોડો પણ ખરેખર ઘોડો જ હતો ! એના પગમાં પવનનો વેગ હતો. એક લૂંટારો એ ઘોડા પર ગયો અને થોડી વારમાં બાણ તેમજ મોતીની માળા લઈને એ પાછો આવ્યો.
લૂંટારાઓના સરદારને થયું કે, આવા કળાવાનને લૂંટવાનો ના હોય, આવાની તો લાગણી જીતવાની હોય ! એથી વળતી પળે એણે કહ્યું કે અમારે તમારા ધનની જરૂર નથી. પણ અમારી આટલી એક માંગણી જરૂર સ્વીકારશો : જ્યારે તમે એમ સાંભળો કે, વનરાજ ચાવડો રાજગાદીએ બેઠો છે, ત્યારે તમે વિના વિચારે મારી પાસે ચાલ્યા આવજો ! તમારા જેવા બળવાન અને કુળવાન માણસના હાથમાં મંત્રીપદ હોય, તો આ ગુર્જરને અજેય રાષ્ટ્ર બનતાં કોઈ રોકી શકે નહિ, તમારું નામ શું?
આ સાંભળીને એ વણિક સરદારના પગે પડતાં ગળગળા સાદે બોલ્યો : શું વનરાજ આપ પોતે જ છો ? સમગ્ર ગુર્જર રાષ્ટ્ર આજે જેનામાં પોતાના અજેય તારણહારનું કલ્પના-દર્શન મેળવીને અમર આશાના ઝૂલે ઝૂલી રહ્યું છે, એ વનરાજ-ચાવડા શું આજે અત્યારે મારી પર રીઝયા છે ! આપને વળી વનવાસી બનીને આવો મંત્રીશ્વર વિમલ ર૦ ૧૭
Page #30
--------------------------------------------------------------------------
________________
પાઠ ભજવવાની કોણે ફરજ પાડી ? મને લોકો ‘ચાંપો વાણિયો' તરીકે ઓળખે છે.
વનરાજ ચાવડાએ બુકાની છોડીને જ્યારે બધી જ કહાણી ટૂંકમાં કહી સંભળાવી તેમજ અણનમ ગુર્જર રાષ્ટ્ર સર્જવાની જે સ્વપ્ન સૃષ્ટિ દિન-રાત પોતાની આંખમાં રમતી હતી, એનું એણે દિગ્દર્શન કરાવ્યું, ત્યારે તો એ ચાંપો વાણિયો વધુ ગદ્ગદ બની ઊઠ્યો અને પોતાની તમામ કમાણી સામેથી વનરાજ ચાવડાના ચરણે કુરબાન કરતાં એણે કહ્યું : મારું આ ધન ધર્મ અને સંસ્કારને સુદૃઢ બનાવવા કાજેના આપના આ અભિયાનમાં અત્યારે કામ નહિ લાગે, તો પછી ક્યારે લાગશે ? વધુ ધનની જરૂર પડે, તો મને નિઃસંકોચ સંકેત પાઠવજો. ઘરે ઘણું પડ્યું છે, માટે અણીના અવસરે મને જરૂર યાદ કરજો ! બધાની આંખો આંસુભીની બની ગઈ ! વનના વાસી વનરાજ ચાવડાની એ મંડળી વાદળ પાછળ છુપાઈ જતા ચંદ્રની જેમ ઝાડી પાછળ અદૃશ્ય બની ગઈ અને ચાંપો વાણિયો પોતાના રસ્તે આગળ વધી ગયો.
આકાશના આંગણે અમાસી અંધારાં ઘેરાઈ રહ્યાં હતાં. આખું કાકર ગામ નિદ્રા-દેવીને ખોળે આરામથી પોઢી ગયું હતું, પણ આ વખતે લૂંટારાઓની એક ટોળીની આંખમાં ઊંઘ નહોતી, કારણ કે કાકરના સમૃદ્ધિશાળી એક શેઠના ઘરે ખાતર પાડીને લૂંટ ચલાવવાની યોજના વિચારાઈ ગઈ હતી અને આજની રાતે જ એ યોજના અમલમાં મૂકવાની હતી, મધરાતની આલબેલ પોકારાઈ અને લૂંટારાની ટોળીએ ખાતર પાડીને શેઠના મહેલમાં પ્રવેશ કર્યો.
અઢળક ધનથી ભર્યો-ભાદર્યો એ ભવ્ય મહેલ હતો અને ચૌર્યકળાના પૂરા અભ્યાસી એ લૂંટારાઓ હતા, એથી થોડી જ વારમાં ઠીક ઠીક ધન લૂંટીને સૌ પાછા ફરવાની તૈયારી કરી રહ્યા, પણ ત્યાં જ એકાએક સરદારની એક આજ્ઞા છૂટી : હું નિમકહરામ નથી કે, જે આબુ તીર્થોદ્ધારક
૧૮
Page #31
--------------------------------------------------------------------------
________________
ઘરમાંથી મેં થોડું પણ ખાધું હોય, ત્યાં લૂંટ ચલાવું ! માટે લૂંટની આ બધી જ લક્ષ્મી અહીં મૂકી દઈને પછી જ બહાર નીકળવાનું છે !
બન્યું હતું એવું કે, એ સરદારનો હાથ અંધારાના કારણે એક માટલા પર પડ્યો, એણે માન્યું કે આ ચરૂ હોવો જોઈએ અને અંદર કીમતી માલ રાખવામાં આવ્યો હોવો જોઈએ. એથી સરદારે ઝડપથી અંદર હાથ નાખ્યો, તો એના હાથમાં દહીં આવ્યું. એ માટલું દહીંનું હતું. હાથની સફાઈ કરવી અનિવાર્ય હતી, એથી સરદારે દહીં ચાટી જઈને હાથ સાફ કર્યો. પણ પછી એ સરદારને તરત જ વિચાર આવ્યો કે, ખાધું હોય, ત્યાંનો ખજાનો કેમ લૂંટાય? અને લૂંટની બધી જ લક્ષ્મી મૂકી દેવાની આજ્ઞા છૂટી, એ મુજબ એ રાતે સૌ ખાલી હાથે જ પાછા ફર્યા.
બીજા દિવસની સવાર થતાં જ કાકર ગામના એ શેઠના ઘરમાં “ચોરી ચોરીની ફરીયાદ ઊઠી. પણ થોડી જ વારમાં સૌએ આશ્ચર્ય અનુભવ્યું. કારણ કે લૂંટની તમામ લક્ષ્મી તો અકબંધ જ પડી હતી. શેઠની પુત્રી શ્રીદેવી આવી અજબની ચોરીનો ભેદ ગોતવા ઘરમાં ઘૂમી વળી, પેલું માટલુંય એની નજરમાં પડ્યું, એના બહારના ભાગમાં દહીંના છાંટા પડ્યા હતા. એણે અંદર નજર કરીએ તો ઘીની જેમ જામેલા દહીંમાં અંકિત થયેલો એક પંજો દેખાયો. રેખા-શાસ્ત્રની સારામાં સારી જાણકારી એની પાસે હતી. પંજાની રેખાઓ જોઈને એના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. એને થયું કે, નક્કી આ ચોર કોઈ મોટો માણસ હોવો જોઈએ. એથી ગમે તે રીતે એનો ભેટો પામવા એ ઝંખી રહી.
શ્રીદેવીની આ ઝંખના લૂંટારાઓનો પેલો સરદાર ક્યાંકથી કળી ગયો, ને પાકો બંદોબસ્ત કરીને એ એક રાતે શ્રીદેવીને મળવા આવ્યો. શ્રીદેવીએ પૂછ્યું : આ વળી કેવી ચૌર્યકળા ! લક્ષ્મી લૂંટીને એકઠી કરી, પણ પછી અહીં જ મૂકીને કેમ પલાયન થઈ ગયા? મંત્રીશ્વર વિમલ છે ૧૯
Page #32
--------------------------------------------------------------------------
________________
એ સરદારે જવાબ વાળ્યો : ચૌર્યકળા નહિ, ધર્મકળા બોલો ! નિમકહલાલ-વૃત્તિ જાળવવાનું મહત્ત્વ મારે મન વધુ હતું. તેથી જ અહીંની કમાણી અહીં જ મૂકીને હું ચાલ્યો ગયો.
શ્રીદેવીની જિજ્ઞાસા સંતોષવા એ સરદારે આખી વાત વિસ્તારથી કહી બતાવી. શ્રીદેવીના આનંદનો પાર ન રહ્યો. એણે કહ્યું : મને તમારી બહેન ગણજો.
હવે સરદાર જાતને છુપાવી ન શક્યો. એણે કહ્યું : વનરાજ ચાવડો ગુર્જર રાષ્ટ્રનો રાજા બનવાનો છે, એવા સમાચાર મળે, ત્યારે ઓ મારાં બહેન શ્રીદેવી ! તમે નિઃસંકોચ રાજ્યાભિષેક મહોત્સવમાં ચાલ્યાં આવજો. બહેન તરીકેનું રાજતિલક આ ભાઈ તમારી પાસે જ કરાવશે.
શ્રીદેવીના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ બોલી ઊઠી : શું મને ભાઈ તરીકે સંબોધનાર તમે પોતે જ વનરાજ ચાવડા છો ? તમારો આ વનવાસ-ગુપ્તવાસ ક્યારે પૂર્ણ થશે ? વનરાજે બધી વાત વિસ્તારથી કરી. ત્યારે ગુર્જર રાષ્ટ્રનો પાયો પૂરવા બનતી આર્થિક મદદ કરીને એ ભાઈને બહેને આંસુભીની વિદાય આપી.
–૦ – આઠમી સદીનો પ્રારંભ થયો, આંગળીના વેઢે ગણાય, એટલાં એનાં વર્ષો હજી વીત્યાં નહોતાં, ત્યાં તો અણહિલ્લપુર પાટણની સ્થાપનાના અને એના પર વનરાજ ચાવડાના રાજ્યાભિષેક થવાના સમાચાર ફેલાતાં ગુર્જર રાષ્ટ્રની પ્રજામાં જાણે કોઈ નવો જ પ્રાણ પુરાયો, અને મુહૂર્તની એ વેળા આવી પહોંચતાં, વનરાજનો અણહિલ્લપુર પાટણના રાજ્ય-સિંહાસન પર અભિષેક થયો, ત્યારે રાજતિલક કરવા કાકર ગામની એ શ્રીદેવી હાજર હતી અને એ ચાંપો વાણિયો પણ આ મહોત્સવમાં સામેલ હતો. વનરાજ ચાવડાએ ચાંપા વાણિયાને મંત્રી મુદ્રાથી મંડિત કર્યો.
૨૦ ૯ આબુ તીર્થોદ્ધારક
Page #33
--------------------------------------------------------------------------
________________
રાજ્યાભિષેકનું કાર્ય પત્યા બાદ નવા વસાવેલા અણહિલ્લપુર પાટણને સમૃદ્ધ બનાવવા વનરાજ ચાવડાએ આસપાસમાં વસતા અનેકાનેક વિશિષ્ટ મહાનુભાવોને આ નવી નગરીમાં નિવાસ કરવા દ્વારા ગુર્જર રાષ્ટ્રના પાયાને મજબૂત બનાવવાનું કર્તવ્ય અદા કરવા કાજે આમંત્રણ પાઠવ્યાં. એને માન આપીને સમગ્ર ગુજરાતમાંથી અનેકાનેક શક્તિઓ અને સમૃદ્ધિઓનો પ્રવાહ અણહિલ્લપુર પાટણ તરફ વળ્યો.
આવું જ એક આમંત્રણ ગાંભુમાં વસીને થોડા જ વર્ષોમાં પૈસા અને પ્રતિષ્ઠાથી સમૃદ્ધ બનનારા નીના શ્રેષ્ઠીને પણ મળ્યું. ઊગતા સૂરજને કોણ ન નમે ? નીના શ્રેષ્ઠી એ આમંત્રણ સ્વીકારીને વનરાજ ચાવડાના અણહિલ્લપુર પાટણમાં આવ્યા, આ આગમન કોઈ એવી શુભ પળે થયું કે થોડા જ વખતમાં નીના શ્રેષ્ઠીના સુપુત્ર લહિરને મંત્રીપદથી મંડિત બનાવવાનાં વિચાર ચક્રો ગતિમાન બની ગયાં.
મંત્રીશ્વર વિમલ
૨૦ ૨૧
Page #34
--------------------------------------------------------------------------
________________
ગુર્જર રાષ્ટ્રનો ઘડવૈયો
CHOO099
વિક્રમની આઠમી સદીના ઉત્તરાદ્ધ ચાલી રહ્યો હતો. આ સમયે કાન્યકુબ્બ-કનોજમાં ભૂયરાજ ભૂવડનું પ્રતાપી શાસન તપી રહ્યું હતું. એમની નજરમાં ગુર્જર રાષ્ટ્ર પર જય મેળવીને રાજા જયશિખરીને પરાજય આપવાની લિપ્સાના અંગારા વર્ષોથી પ્રજવળી રહ્યા હતા. એ વખતે પંચાસર જાહોજલાલીના સર્વોચ્ચ શિખરે પહોંચેલું હતું. ગુર્જર રાજયમાં વઢિયાર તરીકે
ઓળખાતા પ્રદેશમાં આવેલા પંચાસરનગરમાં જયશિખરી રાજ્ય કરી રહ્યા હતા.
Page #35
--------------------------------------------------------------------------
________________
જયશિખરી પરાક્રમના અવતાર સમા હતા. ત્યારે પંચાસરમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ભવ્ય જિનાલય હતું, જે પંચાસરની પ્રતિષ્ઠામાં ઠીક ઠીક વધારો કરતું હતું. જયશિખરીને પોતાની પરિસ્થિતિનો પૂરો ખ્યાલ હતો, એઓ જાણતા હતા કે, પંચાસર કનોજની આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે. એથી ગમે ત્યારે યુદ્ધની નોબત ગગડી ઊઠવાની શક્યતા-સંભાવનાથી એઓ પરિચિત હતા. અને આ સંભાવના એક દહાડો કટોકટીની પળે જ સચ્ચાઈનું રૂપ પામવા સજ્જ બની ! કનોજે પંચાસરની સામે જ્યારે યુદ્ધ જાહેર કર્યું, ત્યારે જયશિખરીની રાણી રૂપસુંદરી ગર્ભવતી હતી, એની કૂખે ગુર્જર રાષ્ટ્રનો કોઈ ઘડવૈયો ઘડતર પામી રહ્યાની જયશિખરીને શ્રદ્ધા હતી.
યુદ્ધની નોબતો એકાએક વાગી ચૂકી, એથી રૂપસુંદરીની સુરક્ષાનો વિચાર કરવાનો કોઈ અવકાશ જ ન રહ્યો, આ તો યુદ્ધનો મામલો હતો. જયપરાજયનાં ગણિત જ્યાં ગોથાં ખાઈ જાય, એવી કટોકટીની એ પળે કર્તવ્યને અદા કરવા રાજા જયશિખરી તૈયાર થઈ ગયા ને કનોજ-પંચાસર વચ્ચેનો એ સંગ્રામ થોડા જ સમયમાં ખૂનખાર બની ગયો. એ જંગમાં આમને-સામને નમતો રહેતો વિજયનો વાવટો અંતે કનોજ તરફ નમ્યો. રાજા જયશિખરી વીર-મૃત્યુને વરતાં જ ગુર્જર રાષ્ટ્ર પર કનોજની આણ ફરી વળી. - રાજા જયશિખરીના મંત્રીઓ યુદ્ધની ભીષણતા પરથી ભાવિનો ભેદ પામી ગયા હતા. એમને મન પંચાસરના રક્ષણ કરતાં, પંચાસરના ભાવિ રાજવીનું રક્ષણ વધુ મહત્ત્વનું હતું. અને એ માટે રાણી રૂપસુંદરીનું જતન કાળજાની કોરની જેમ કરવું આવશ્યક હતું. એથી રાણી રૂપસુંદરીને સુરક્ષિત સ્થાને મોકલવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. આ પછી પંચાસર કનોજના કબજામાં ચાલ્યું ગયું હતું, એનો મંત્રીઓને મન સંતોષ હતો. જયશિખરીના મૃત્યુ બાદ ગુર્જર રાષ્ટ્ર માટે અસ્મિતા અને સ્વતંત્રતા ખોવાનો અવસર આવ્યો અને પંચાસર પર ભૂવડ રાજવીની આણ ફરી વળતાં સમગ્ર ગુર્જર કનોજના કબજા હેઠળ આવી ગયું. મંત્રીશ્વર વિમલ છ ૨૩
ભાવ રાજવીનું રક્ષણ કરી કોરની જેમ
ની વ્યવસ્થા
Page #36
--------------------------------------------------------------------------
________________
રાણી રૂપસુંદરીને શોધવા કનોજના સૈન્યે ખૂબ ખૂબ મહેનત કરી, કારણ કે એની કૂખે ઘડતર પામી રહેલી કોઈ શક્તિની ભાળ રાજા ભૂવડને મળી ચૂકી હતી, પણ મંત્રીઓએ એવી કુશળતાથી રાણીની સુરક્ષાનો વ્યૂહ ઘડી કાઢ્યો હતો કે, પંચાસરની નજીકના પ્રદેશમાં જ રૂપસુંદરીના વસવાટ હોવા છતાં કનોજના સૈન્યને એની ગંધ પણ ન આવી અને ગુર્જર રાષ્ટ્રનો એ ઘડવૈયો હેમખેમ બચી જવા પામ્યો.
‘ચૈત્યવાસ'ની બોલબાલાનો એ પણ એક યુગ હતો. વિક્રમની આઠમી સદીનો ઉત્તરાર્ધ જેમ જેમ આગળ વધતો ગયો, એમ એમ ‘ચૈત્યવાસ જાણે ઘરવાસ'નું વધુ ને વધુ વિકૃત રૂપ પકડવા માંડ્યો હતો. ચૈત્યવાસની પરંપરામાં થયેલ કેટલાક આચાર્યો શક્તિશાળી હતા, એટલે રાજાઓ, મંત્રીઓ વગેરેને ભક્ત બનાવીને એ એ રાજાઓની રાજ્યહદમાં સુવિહિત સાધુઓ આવી પણ ન શકે, એવી હદબંધી કરાવવામાં એઓને સફળતા મળતી હતી.
ભગવાન શ્રી મહાવીરદેવના શ્રમણ સંઘમાં વિ. સં. ૪૭૨ સુધી વનવાસની મર્યાદા બરાબર સચવાઈ રહી. ચાંદ્રકુલના પૂ. આચાર્યદેવ શ્રી સમંતભદ્રસૂરિજીનો ગચ્છ વનમાં વસીને તપ-જપ કરતો હોવાના કારણે જ ‘વનવાસી-ગચ્છ' તરીકે પ્રસિદ્ધિ પામ્યો, ત્યારે નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધરકુલ આદિના અને શ્રમણો વનમાં વસ્યા હતા અને એકાંતમાં અનેરી આત્મસાધના કરવા દ્વારા જૈન શાસનની જાહોજલાલી વધારવામાં નિમિત્ત બન્યા હતા. પણ વિ. સં. ૪૭૨ પછી આ પરિસ્થિતિમાં ધરખમ પલટો આવ્યો અને ચૈત્યવાસ એટલે કે નગરમાંઉપાશ્રયમાં વસવાનું શરૂ થયું. ચૈત્યવાસનો આ પ્રારંભ ત્યારે સાવ ‘મઠવાસ’ કે ‘ઘરવાસ’ જેવો બન્યો ન હતો, ચૈત્ય એટલે કે ઉપાશ્રયમાં વસવા છતાં ત્યારનો સાધુસંઘ સતત વિહારી રહ્યો હતો, પણ ધીમે ધીમે વિહાર બંધ થવા માંડ્યો અને ‘ચૈત્યવાસ’ વધુ દૂષિત બનવા માંડ્યો.
૨૪ ૨ આબુ તીર્થોદ્ધારક
Page #37
--------------------------------------------------------------------------
________________
અનેકવાર ભોજન, પ્રતિલેખનાદિનો ત્યાગ, પલંગ, જોડા, વાહન આદિનો ઉપભોગ, પ્રતિમાજીની પૂજા, સંસારની સિદ્ધિ માટે તપ આદિ ધર્મક્રિયાઓનો ફેલાવો, લોચના કષ્ટને તિલાંજલિ, દેવદ્રવ્યનો ભોગવટો, મંદિર-ઉપાશ્રયના નિર્માણમાં સીધો સંબંધ, સ્નાન-વિલેપન દ્વારા દેહ શોભા, જ્યોતિષ-નિમિત્ત વૈદક તેમજ મંત્ર-તંત્રનો છૂટથી ઉપયોગ, રાજાઓના મનનું રંજન, રાજકીય પ્રવૃત્તિમાં ઊંડો રસ, ધન સંગ્રહ ઇત્યાદિ અનેક જાતની શ્રમણ-જીવનની ઘાતક પ્રવૃત્તિઓનો અખાડો ‘ચૈત્યવાસ’નું રૂડું રૂપાળું નામ ધરીને ત્યારે વિકસી રહ્યો હતો. ટૂંકમાં વેશની વફાદારીનું વિસર્જન અને મુખ્યત્વે જાતની જાહોજલાલીનું સર્જન : આ બે પાસાં ધરાવતી એ ‘ચૈત્યવાસ-પ્રવૃત્તિ' હતી.
કાળી કાળી વાદળીને પણ જેમ રૂપેરી કોર હોય છે, એમ આવા ‘ચૈત્યવાસ’ પાસે પણ થોડુંઘણું વખાણી શકાય; એવું એક ઊજળું પાસું હતું. ચૈત્યવાસમાં થયેલા પણ વિદ્વાન આચાર્યો ત્યારે રાજાઓને પ્રતિબોધીને જૈન-તીર્થો, જૈનમંદિરો આદિને સમૃદ્ધ બનાવવા ઉપરાંત આગમાદિ સાહિત્યનેય ટીકા વગેરેની રચનાથી મંડિત બનાવતા હતા. પોતાના જીવનમાં શિથિલાચારની છેલ્લી માત્રા હોવા છતાં સાહિત્યની એ રચનામાં ઘાલ-મેલ કર્યા વિના આગમોક્ત શ્રમણ જીવન આદિની એ આચાર્યો સુંદર પુષ્ટિ કરીને પોતાની શ્રુતનિષ્ઠાને વળગી રહ્યા હતા.
(ઇતિહાસ કહે છે કે, આ ચૈત્યવાસી આચાર્યોનું જોર એવું વધવા પામ્યું કે, એમણે રાજાઓને વશ કરીને, એ એ ગામ-નગરોમાં સારા સાધુઓનો પ્રવેશ પણ બંધ કરાવી દીધો. એક વખત એવો આવ્યો કે, અણહિલ્લપુર પાટણમાં સુવિહિત સાધુઓનું આગમન સાવ સ્થગિત થઈ ગયું. જ્યારે ચંદ્રકુલીન પૂ. આ. શ્રી જિનેશ્વરસૂરિજી મહારાજ અને પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજ ઘણું કષ્ટ વેઠીને પાટણમાં પ્રવેશ્યા, ત્યારે રાજા દુર્લભરાજનું રાજ્ય હતું, એમણે પોતાના ઉપદેશ દ્વારા સાચા સાધુઓનું સ્વરૂપ સમજાવીને ‘ચૈત્યવાસ’ના પાયાને જરાક ઢીલો પાડવામાં સફળતા મેળવી, ત્યાર બાદ ગુર્જર ચક્રવર્તી શ્રી
મંત્રીશ્વર વિમલ
૨૫
Page #38
--------------------------------------------------------------------------
________________
સિદ્ધરાજ જયસિંહના સમયમાં તો “ચૈત્યવાસના એ પાયા મૂળમાંથી હચમચી ઊઠ્યા અને પાટણમાં સુવિહિત સાધુઓનું ગમનાગમન મેઘમાળાની જેમ સાવ અપ્રતિબંધિત બન્યું.
“ચૈત્યવાસની સામે પડવામાં ત્યારે સુવિહિત સાધુઓને ઘણી ઘણી મુસીબતો પડતી. છતાં શાસનને સમર્પિત અનેક સૂરિવરોએ આ જવાબદારી જીવ અને જાતના જોખમેય અદા કરી. સુવિહિત શિરોમણિ પૂજ્ય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ આદિનું અંતર “ચૈત્યવાસની શિથિલતાના દર્શને રડી ઊડ્યું અને એ સૌએ કડક શબ્દોમાં “ચૈત્યવાસની સણસણતી સમાલોચના કરી. પૂ.આ. શ્રી હરિભદ્રસૂરિજીએ મુખ્યત્વે સ્વરચિત “સંબોધ પ્રકરણ' નામક ગ્રંથના “ગુર્વાધિકાર”માં ચૈત્યવાસ સામે જે પુણ્યપ્રકોપ ઠાલવ્યો છે અને શિથિલતાનો ઉઘાડે છોગ ઊધડો લઈને, જે જબરી ઝીંક ઝીલવા દ્વારા સત્યનું સમર્થન કર્યું છે, એના વાચન ઉપરથી “ચૈત્યવાસના કારણે વિકૃત બની ગયેલી તત્કાલીન પરિસ્થિતિનો ઠીક ઠીક ખ્યાલ આવી શકે છે. એનું વાચન કરનારા વર્તમાનકાલીન આત્મનિરીક્ષકને એવી વ્યથા પેદા થયા વિના નહિ રહે કે, એ ચૈત્યવાસ થોડાઘણા અંશે આજે પુનઃ જૂજવા રૂપે ક્યાંક ક્યાંક પુનર્જીવન ધરવા નથી મળી રહ્યો છું?).
નાગેન્દ્ર નામના ગચ્છમાં થયેલા પ્રભાવશાળી પૂ. આચાર્યદેવ શ્રી શીલગુણસૂરિજી આ ચૈત્યવાસી-પરંપરાના જ એક વાહક હતા. એઓ બહુધા પંચાસરમાં રહેતા. ચૈત્યવાસ વારસામાં મળેલો હોવાથી રાજાઓ આદિને મંત્ર-તંત્રથી આકર્ષવાની શક્તિઓના એ ધણી હતા. એક વાર એઓ પંચાસરની આજુબાજુના પ્રદેશમાં થઈને વિહાર કરી રહ્યા હતા. ભરજંગલ શરૂ થતાં એમની આંખે જે એક દશ્ય નિહાળ્યું, તેથી તેમની આંખ આનંદ અને આશ્ચર્યથી ભરાઈ ગઈ.
અપરાધંનો સમય હતો. સામે એક ઘટાદાર વૃક્ષ હતું. એની ડાળી ઉપર એક ઝોળી બાંધવામાં આવી હતી અને એક જાજરમાન પ્રૌઢ નારી એ ઝોળીમાં સૂતેલા બાળકની સારસંભાળ લઈ રહી હતી.
૨૬ ૯૬ આબુ તીર્થોદ્ધારક
Page #39
--------------------------------------------------------------------------
________________
આશ્ચર્ય એ વાતનું હતું કે, સૂર્ય નમી રહ્યો હતો, છતાં એ ઝોળીની આસપાસના પ્રદેશ ઉપર તડકો પડતો ન હતો, જાણે કોઈ અદશ્ય હાથ, અદશ્ય છત્ર લઈને તડકાથી એ બાળકનું રક્ષણ કરી રહ્યા હતા.
શ્રી શીલગુણસૂરિજી આ આશ્ચર્ય જોઈને ઊભા રહી ગયા, એઓ એ ઝાડ પાસે પહોંચ્યા અને એમણે પૂછવા માંડ્યું કે, આ બાળકનું નામ શું છે ? અને આવા ભરજંગલમાં તમારે શા માટે વસવાનો વખત આવ્યો છે ?
જૈન સાધુની રહેણીકરણી પર ત્યારે સૌને અખૂટ વિશ્વાસ હતો. એથી પેલી જાજરમાન નારીને થયું કે, આમની આગળ બધી વાત કરવામાં જરા પણ ગભરાવા જેવું નથી ! સુખોની સ્મૃતિમાં જેમ હૈયાને હર્ષથી ભરી દેવાની તાકાત હોય છે, એમ દુઃખોની યાદ દિલને દર્દથી ભરી મૂકવા સમર્થ હોય છે. એથી દિલને જરા મજબૂત બનાવીને પેલી સ્ત્રીએ પોતાની વીતક કહેવાનો પ્રારંભ કર્યો.
“મહારાજ ! મારી વીતક ખૂબ લાંબી છે, એટલું જ નહિ, એની ગુપ્તતા પર ગુર્જર રાષ્ટ્રની ભાવિ ભવ્યતા પણ આધારિત છે. પરંતુ આપના જેવા સંસારત્યાગી આગળ હૈયું ખોલવામાં શો વાંધો ? માટે આપ જરા નીચે બિરાજો, તો હું શાંતિથી દિલનાં દ્વાર ખોલીને બધી વેદના વ્યક્ત કરી શકું !'
શ્રી શીલગુણસૂરિજીએ એક ઝાડની નીચે પોતાનું આસન બિછાવ્યું. આ રીતે એક નોંધારી નારી સાથે વાતચીત કરવી, એ શ્રમણનો ધર્મ નહોતો. પણ એઓ તો ચૈત્યવાસના સંસ્કારને વરેલા હતા. એથી એમણે કહ્યું : જે હોય, એ ખુલ્લા દિલે કહી નાખજો. તમે એટલું નક્કી માનજો કે, તમારી વેદનાનું આ પ્રકટીકરણ, જળ માટે આષાઢી મેઘ તરફ મીટ માંડતા ચાતક જેવું સફળ નીવડશે !
પ્રૌઢ વય હોવા છતાં જેની દેહની ડાળીએ કાંતિની કોયલો પંચમ સ્વર આલાપી રહી હતી, એવી એ નારીએ કહેવા માંડ્યું;
મંત્રીશ્વર વિમલ
૨૭
Page #40
--------------------------------------------------------------------------
________________
“મહારાજ ! આ ભૂમિ પર ખેલાઈ ગયેલા છેલ્લા યુદ્ધની વાતથી તો આપ પરિચિત જ હશો? અને યુદ્ધ બાદ ગુર્જર રાષ્ટ્રનો નકશો જે ઝડપથી પલટાઈ ગયો, એની બધી જ વાતો પણ આપ પૂરેપૂરી જાણતા જ હશો?”
શ્રી શીલગુણસૂરિજી રાજકીય રંગથી પૂરા પરિચિત હતા, એમને શંકા પડી કે, આ નારી જયશિખરી રાજાની રાણી તો નહિ હોય ને ? નહિ તો આમ આત્મકથાના ગણેશ કરતાં રાજકીય વાતોને આ કેમ યાદ કરે ? એમણે કહ્યું :
હા. આ બધા રાજકીય રંગોથી હું બરાબર પરિચિત છું. ખરેખર જયશિખરી ગયા અને ગુજરાતના માથે પનોતી બેઠી ! નહિ તો આમ કાચી પળમાં ગુજરાત કનોજના કબજામાં ચાલ્યું જાય ખરું ? આમ હોવા છતાં ગુર્જર રાષ્ટ્રના ચાહકો એ આશાને આધારે જીવન જીવી રહ્યા છે કે, આપણી મહારાણીની કૂખમાં આકાર લેતી કાયા, કદાચ એવી શક્તિ લઈને કેમ ન અવતરી હોય કે, જે શક્તિનું જાગરણ આ ભંગારમાંથી શત શત શૃંગારનું ફરીથી નિર્માણ કરી શકે !”
પેલી નારીની આંખનો ખૂણો આંસુથી ભીનો બન્યો. પાલવના છેડેથી એ આંસુને છુપાવતા એણે ખૂબ જ ધીમા સાદે કહ્યું : મહારાજ ! એ રૂપસુંદરી હું પોતે જ ! મહામંત્રીઓની કુનેહથી હું આબાદ બચી ગઈ !
ગુર્જર રાષ્ટ્રનો એ ભાવિ ઘડવૈયો શું આ પારણિયે પોઢ્યો છે? રાણીજી ! ચોક્કસ આ પારણિયે એ જ ઝૂલતો હોવો જોઈએ, નહીં તો સૂર્યનો આ અપ્રતિહત પ્રતાપ આમ અટકી શકે ખરો ? મને આ ચમત્કારે જ અહીં રોકી રાખ્યો, થયું કે સૂર્યને પણ પોતાનો તાપ સંહરી લેવાની ફરજ પાડતું આ બાળક ભાગ્યશાળી હોવું જોઈએ, એથી મેં તમને એકસામટા બે પ્રશ્નો પૂછી નાખ્યા !”
રૂપસુંદરી શ્રી શીલગુણસૂરિજીના વ્યક્તિત્વમાં જાણે પોતાના પિતાજી જેવું વાત્સલ્ય જોઈ રહી. એણે કહ્યું : હા. મહારાજ ! મારો બાલુડો અહીં જ વનના આ સામ્રાજ્યમાં પોઢી રહ્યો છે. મેં સાંભળ્યું છે કે, આપ જબરા જ્યોતિષી છો. મારો આ લાડકવાયો વિ. સં. ૭પર
૨૮ આબુ તીર્થોદ્ધારક
Page #41
--------------------------------------------------------------------------
________________
ના આ વર્ષમાં, વૈશાખની પૂનમે જન્મ્યો છે. તો આ તિથિ પરથી એનું ભાવિ ભાળીને મને કહો કે, આના ભાલમાં શું લખ્યું છે ?
રૂપસુંદરી ઊભી થઈ અને પારણિયે પોઢેલા એ બાળને કાળજાની કોરની જેમ ઝાલીને સૂરિજી પાસે લાવીને એ પુનઃ બેસી ગઈ. એ બાળકના મોં પર એવું તેજ ઝળહળી રહ્યું હતું કે, જેને જોતાં સૂર્યની તેજસ્વિતા અને ચંદ્રની શીતલતા યાદ આવી જાય ! શ્રી શીલગુણસૂરિજી થોડી પળો સુધી એ બાળકને જોઈ જ રહ્યા, જોઈ જ રહ્યા ! પછી એ બોલ્યા કે, રાણીજી ! વનના આ રાજાનું ભાવિ તો ઘણું બળવાન છે. કાં આ મહાન ધર્માચાર્ય થશે, કાં આ ગુર્જર રાષ્ટ્રનો મહાન ઘડવૈયો રાજા થશે. આનું નામ શું રાખ્યું છે?
“મહારાજ ! નામ તો હજી પાડ્યું નથી, પણ આપના મોંમાંથી હમણાં જે શબ્દો નીકળ્યા, એ મને ખૂબ ગમી ગયા છે. માટે આજથી હવે મારા આ લાડકવાયાને હું “વનરાજ' ના નામે જ બોલાવીશ મહારાજ ! ભૂવડના ગુપ્તચરો હજી અમારી શોધમાં બાજની આંખે ઘૂમી રહ્યા છે. એથી એ તો કહો કે હજી દુ:ખના આવા આ દહાડા ક્યાં સુધી વેઠવા પડશે ?”
શ્રી શીલગુણસૂરિજી “વનરાજ'ના ભાલ પર ચમકતા તેજ અંબરથી અંજાઈ જઈને વિચારી રહ્યા હતા કે, આ રાણીને જો આશ્રય આપવામાં આવે અને આ વનરાજના જો પિતા બનવામાં આવે, તો જૈનશાસનની મહાન પ્રભાવના કરનારી એક શક્તિનું સર્જન કરી શકાય. એથી એમણે કહ્યું : રાણીજી, તમારા દુઃખના દહાડા હવે ગયા જ સમજો ! થોડા દિવસ પછી પંચાસરના જૈનચૈત્યમાં તમે આવજો. શ્રી પાર્શ્વનાથપ્રભુના એ ચૈત્યની પાસે જ અમારો ઉપાશ્રય છે. તમે ત્યાં આવજો, પછીનું બધું જ થઈ પડશે.
રૂપસુંદરીએ તહત્તિ' કરીને આ વાત સ્વીકારી લીધી. શ્રી શીલગુણસૂરિજી રાણીનો સદ્ભાવ લઈને અને પોતાનું મન ત્યાં મૂકીને આગળ વિહાર કરી ગયા !
– –
મંત્રીશ્વર વિમલ
26 ૨૯
Page #42
--------------------------------------------------------------------------
________________
પંચાસરના ઉપાશ્રયના એક વિશાળ ખંડમાં બિરાજમાન શ્રી શીલગુણસૂરિજીની સમક્ષ સંઘના આગેવાન શ્રેષ્ઠીઓ નતમસ્તકે ખડા હતા અને સૂરિજી એઓને કહી રહ્યા હતા : જુઓ, આ નારીરત્નને આશ્રય આપવા જેવો છે અને આ બાળકને સગા દીકરાથીય સવાયા સ્નેહ સાથે ઉછે૨વા જેવો છે. વાત બહાર જાય નહિ, એનો પૂરો ખ્યાલ રાખજો ! આ મા-દીકરાને ઓળખ્યાં ? આ રાણી રૂપસુંદરી છે અને આ વનરાજ છે. તમે આને સામાન્ય ન સમજશો. ગુર્જર રાષ્ટ્રના ઘડવૈયા થવાના અથવા તો જૈનશાસનના જ્યોતિર્ધર બનવાના ભાગ્ય-લેખ આના ભાલ પર લખાયેલા હું સ્પષ્ટ વાંચી શકું છું. માટે આ બંનેને એવી રીતે સાચવજો કે, જેથી આમને જરાય પરાયાપણું ન લાગે અને પાછું આમનું વ્યક્તિત્વ એટલું જ ગુપ્ત રહે !
સંઘના આગેવાનો એટલા બધા શાણા હતા કે, એમના માટે આટલો ઇશારો પણ ઘણા ઘણા અર્થનો સૂચક બની ગયો. દિવસો વીતવા માંડ્યા, એમ વનરાજ મોટો થવા માંડ્યો. વિકાસ પામતા શતદળ-કમળની જેમ વૃદ્ધિ પામતા વનરાજને જોઈને મનોમન સંતોષ અનુભવતી રાણી રૂપસુંદરી શ્રી શીલગુણસૂરિજીના ઉપકારના ભારને વધુ ને વધુ વહતી રહીને વનરાજના ભાવિ અંગેનાં ભવ્ય સ્વપ્નો નિહાળી રહી ! વનરાજ શ્રી શીલગુણસૂરિજીની છત્રછાયામાં દિવસનો ઘણોખરો ભાગ ગાળીને ધર્મ-સંસ્કારથી સમૃદ્ધ બનતો ગયો. સૂરિજી એનામાં એક પ્રભાવક જૈનાચાર્યનું પ્રતિબિંબ નિહાળી રહ્યા, પણ આ પ્રતિબિંબની પાત્રતા વનરાજમાં નહોતી, એનો સ્પષ્ટ ખ્યાલ એક દિવસ સૂરિજીને અણધાર્યો જ આવી ગયો.
પ્રસંગ એવો બન્યો કે, સૂરિજી પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં દર્શન કરી રહ્યા હતા. ત્યાં અચાનક એમની દૃષ્ટિ આઠ વર્ષના વનરાજ ઉપર પડી. મંદિરમાં ફરતા ઉંદર આદિ દેરાસરને કોઈ નુકશાન ન કરી જાય, એની દેખરેખ રાખવાનું કામ વનરાજને સોંપવામાં આવ્યું હતું. પણ
આબુ તીર્થોદ્ધારક
૩૦
Page #43
--------------------------------------------------------------------------
________________
એનું ક્ષાત્રતેજ આવું રક્ષાકાર્ય અદા કરી શકે ખરૂં ? વનરાજ તો કાંકરી વગેરેનો પ્રખર પ્રહાર કરીને ઉંદરને મારી રહ્યો હતો. એની ગણતરી એવી હતી કે, જો ઉંદર જીવતા રહે, તો જોખમ ઊભું રહે ને ? એના કરતાં જોખમનું આ મૂળ જ ખતમ થઈ જાય, તો પછી કોઈ જોખમની સંભાવના જ ન રહે ?
શ્રી શીલગુણસૂરિજી ઉંદર પર કાંકરીના પ્રહાર કરતા વનરાજને જોઈ ગયા અને થોડાક નિરાશ થઈને વિચારી રહ્યા કે, આ સંસ્કારો જ કહી જાય છે કે, આનામાં ધર્મનાયક નહિ, રાષ્ટ્રનાયક થવાનાં બીજ પડ્યાં છે, એથી હવે આના માટે જિનશાસનના જ્યોતિર્ધર થવાનાં સ્વપ્ન નિહાળવાનો કોઈ અર્થ નથી ! અને એક દિવસ રાણી રૂપસુંદરીને ખાનગીમાં બોલાવીને એમણે એ ઘટના કહી સંભળાવ્યા બાદ જણાવ્યું કે
“રાણીજી ! સિંહબાળને ગુફામાં ગોંધી ન રખાય કે એને જીવરક્ષાના પાઠ પઢાવવાનો પરિશ્રમ ન લેવાય. એમ વનરાજ હવે અમારી છાયા કરતાં એના મામા સુરપાળની છાયાને માટે વધુ યોગ્ય હોય, એમ લાગે છે. તલવાર તાણીને ગુર્જર રાષ્ટ્રનું સુદૃઢ નિર્માણ કરવાના એના ભાગ્યલેખ છે, એને ભૂંસી નાખીને ત્યાં ધર્મધ્વજ ધારણ કરીને પ્રભાવક ધર્માચાર્ય બનવાના લેખ કોતરવાનો પ્રયાસ કરવામાં ન તો ડહાપણ છે, કે ન તો એમાં સફળતા મળવાની સંભાવના છે ! આટલામાં બધું સમજી જવાનું શાણપણ તમારી પાસે છે, માટે વધુ સ્પષ્ટતા કરવી જરૂરી જણાતી નથી. પણ એટલું કહેવાનું દિલ રોકી શકતો નથી કે, વનરાજ રાજા બને, ત્યારે એને એટલું જરૂર યાદ કરાવજો કે, આપણી જીવન-વેલને ઊંચે ચડાવનાર કોણ હતું અને કોના પીઠબળે આપણે હેમખેમ રહી શક્યા છીએ ?'
શ્રી શીલગુણસૂરિજીએ અંતરની વાત રજૂ કરી દીધી. રાણી રૂપસુંદરીએ જવાબમાં કહ્યું : મહારાજ ! અમે કોઈ પણ કાળે આપનો મંત્રીશ્વર વિમલ
૩૧
Page #44
--------------------------------------------------------------------------
________________
ઉપકાર ભૂલી શકવાના નથી. વનરાજ રાજા બનશે, તો એના ધર્મગુરુ તરીકેના પદાધિકારી એક માત્ર આપ હશો ! એમાં આપ જરાય શંકા ન રાખતા. આપે અમને જે આપ્યું છે, એ ન તો કોઈ આપી શક્યું છે, તેમજ ન તો કાઈ આપી શકશે !
રાણી રૂપસુંદરીની આંખે ઝળઝળિયાં આવી ગયાં. શ્રી શીલગુણસૂરિજીની હાલત પણ એવી જ હતી. પણ એ ઝળઝળિયાં પર પાંપણનો પડદો હતો. બંને છૂટાં પડ્યાં. બંનેનાં હૈયાં આ પળે જેમ ભારેખમ હતાં, એમ એક દૃષ્ટિએ એક અકળ પરિસ્થિતિનો ઉકેલ આવી જવાથી ખાલીખમ બનીને ફૂલ જેવાં ફોરાં પણ બની ગયાં હતાં.
૩૨
આબુ તીર્થોદ્ધારક
- -
Page #45
--------------------------------------------------------------------------
________________
"
le
+
-
-
'
:
.
જ
આ
જ
છે
કે
અ
દિન
ડી. ' જ જો
જ
.
કરી
-
-
-
તે
-
કાશે.
રે
ઉપર જે -
'
-
જી
-
-
-
જ
દાન
આ
-
કી
સામ્રાજ્યનું સાકાર થતું સ્વપ્ના
પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં ! આ કહેવત પાછળ અનુભવીઓના અખૂટ અનુભવોનો અર્થ સમાવવામાં આવ્યો છે. | વનરાજ ગમે તેમ તોય જયશિખરી જેવા પ્રતાપી રાજાનો ફરજંદ હતો, ક્ષાત્રવટ એને વારસામાં મળી હતી, ધિંગાણાનાં ગાણાં એને ધાવણ સાથે સાંભળવા મળ્યાં હતાં અને રાજ્યના ગ્રહ-લેખ એના લલાટે અંકાયેલા હતા. એથી મામા સુરપાળનું સાંનિધ્ય સાંપડતાં જ એનું ખરું રૂપ ખીલી ઊઠ્યું. થોડા જ વર્ષોમાં મામા પાસેથી બાણ આદિ શસ્ત્રવિદ્યામાં એ
Page #46
--------------------------------------------------------------------------
________________
પારંગત બની ગયો. એના મામા સુરપાળ ગુર્જર રાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિથી સચિંત હતા અને ગુર્જર રાષ્ટ્રને ફરી ગૌરવ અપાવવાનાં સ્વપ્નો નિહાળી રહ્યા હતા. પણ અજેય રાષ્ટ્રના નિર્માણ માટે તો સેના જોઈએ અને સંપત્તિ વિના સેનાનું સર્જન કઈ રીતે થાય ? માટે એઓ લૂંટફાટ આદિ કરીને સંપત્તિ ભેગી કરી રહ્યા હતા. એમની આ પ્રવૃત્તિમાં વનરાજ એમને ખૂબ જ સહાયક થઈ પડ્યો.
વનરાજ પાસે વિદ્યા હતી, વિક્રમ હતું, વિશિષ્ટ પુણ્ય હતું અને આ બધાથીય વધુ કિંમત ધરાવતી હિંમત હતી. એથી એ જ્યાં જતો, ત્યાંથી લૂંટમાં અઢળક લક્ષ્મી ઘસડી લાવતો. એક વાર વનરાજના કાને એવી વાત આવી કે, કનોજના અધિકારીઓ ગુજરાતમાંથી છ મહિના સુધી કરની વસૂલાત કરીને પાછા કનોજ તરફ ફરી રહ્યા છે તેમજ કરની વસૂલાત રૂપે એમની પાસે ૨૪ લાખ ચાંદીના સિક્કા અને ચાર હજાર ઉપરાંત જાતવાન અશ્વો છે ! આ પાકા સમાચાર મળતાં જ વનરાજની દાઢ સળવળી ઊઠી. એણે મામાને કહ્યું : મામા ! આ અવસર ગુમાવવા જેવો નથી, આવી અઢળક લક્ષ્મી ફરી પાછી ક્યાં ચાંલ્લો કરવા આવવાની હતી ! આટલા દ્રવ્યમાંથી તો આપણે કેટલી બધી સેના એકઠી કરી શકીએ ?
સુરપાળે વનરાજની વાતને વધાવી લીધી અને બરાબર લાગ જોઈને ઊંઘતા ઉંદરો પર બિલાડી તરાપ મારે, એમ વનરાજની ટોળકીએ કનોજના અધિકારી-મંડળ પર છાપો માર્યો અને બધું ધન જપ્ત કરી લીધું.
આવી અનેક લૂંટો ઉપરાંત ચાંપા વાણિયા અને શ્રીદેવી તરફથી મળેલી આર્થિક મદદની રકમ પણ ઘણી ઘણી મોટી હતી. વનરાજને વિશ્વાસ બેઠો કે, ગુર્જર રાષ્ટ્રનો પાયો નાખવા જોગી શક્તિનો સંચય હવે થઈ ગયો છે, એથી યાહોમ કરીને ઝંપલાવીશું, તો આગે આગે ફતેહ તો મળતી જ રહેશે ! આ વિશ્વાસના સહારે વનરાજે એક તરફ સેનાને વિકસાવવા માંડી, તો બીજી તરફ જ્યાં રહીને સમગ્ર ગુર્જરનો
આબુ તીર્થોદ્ધારક
૩૪
Page #47
--------------------------------------------------------------------------
________________
વિકાસ સાધી શકાય, એવી એક મહાનગરીનું નિર્માણ કરવાનું કાર્યચક્ર એણે ગતિમાન બનાવ્યું.
પોતાના અધિકારીઓ પાસેની કર-લક્ષ્મીના લૂંટના તેમજ પરાક્રમી વનરાજ દ્વારા ચાલી રહેલી કાર્યવાહીના સમાચાર ગુપ્તચરો દ્વારા કનોજમાં પહોંચતા રહેતા હતા, પણ ભૂવડ રાજાને લાગ્યું કે, અત્યારે હવે ઉતાવળ કરીને વીર વનરાજને વશ કરવા જતાં સમગ્ર ગુજરાતમાં બળવો જાગે, તો એની સામે ટકી શકવું મુશ્કેલ છે ! એથી એમણે બંધ આંખે બધો તમાશો જોયા કરવામાં જ ડહાપણ માન્યું.
વનરાજની પરાક્રમી પ્રવૃત્તિ તો દિવસ કરતાં રાતે અને રાત કરતાં દિવસે વધુ ને વધુ જોર પકડતી રિપુષ્ટ બની રહી હતી. સેના પણ વિશાળ બની રહી હતી, કારણ કે ગુર્જર રાષ્ટ્રને ગૌરવ અપાવવા ન્યોચ્છાવર થઈ જવાની વીર-વૃત્તિ ધરાવનારા ગુર્જરો લાખોની સંખ્યા ધરાવતા હતા, એઓ એક નાયકની જ પ્રતીક્ષામાં હતા. એથી વનરાજે પોતાની બધી શક્તિને નવી પાટનગરીના નિર્માણકાર્યમાં કેન્દ્રિત કરી. એક એવી વિશાળ નગરીનું સ્વપ્ન એની આંખમાં ઘેરાતું હતું કે, જે નગરી અનેક રીતે અનોખી હોય અને ઘણા ઘણાને માટે જે દર્શનીય બને ! એથી નગરીના નિર્માણ માટે વનરાજ દિન-રાત એવી ભૂમિની ખોજમાં હતો કે, જે ભૂમિ સુલક્ષણી અને વિશિષ્ટ ગુણવાળી હોય !
વનરાજ જે પ્રદેશ પર ભૂમિ-ખોજ કરતો હતો, એ જ પ્રદેશની રજેરજનો જાણકાર એક ભરવાડ વર્ષોથી ત્યાં ઢોર ચરાવવા આવતો. એક દિવસ એની નજરે એક અજબનું આશ્ચર્ય નિહાળેલું. એક સસલું અને એક કૂતરો-આ બંનેની લડાઈ જામી હતી, સસલાની સામે કૂતરો તો ઘણો બળવાન ગણાય. પણ આ લડાઈમાં એ ભરવાડે અનેક વાર અને અનેક દિવસો સુધી ધારીધારીને જોયું કે, કૂતરો હારી જતો અને એની પીઠ પર સસલો ચડી જઈને જાણે સામ્રાજ્ય ભોગવતો હતો ! અનેક વાર આવું દૃશ્ય જોયા પછી ભરવાડના મનમાં એવો વિશ્વાસ મંત્રીશ્વર વિમલ
૩૫
Page #48
--------------------------------------------------------------------------
________________
બેઠો હતો કે, ચોક્કસ આ ભૂમિનો જ એ પ્રભાવ છે કે, અહીં બળવાન પણ હારી જાય છે અને નબળો પણ જીતી જાય છે ! એથી આ ભૂમિ પર જો કોઈ નગરી વસાવવામાં આવે અને એ ગુર્જર રાષ્ટ્રની પાટનગરી બને, તો ગમે તેવો બળવાન રાજા પણ આ નગરીને નમાવી ન શકે !
કૂવાની છાયા જેમ કૂવામાં જ સમાય, એમ એ ભરવાડનું આ સ્વપ્ન એની આંખમાં જ સમાઈ જતું હતું. એની પાસે તો એવી શક્તિની આશા પણ ક્યાંથી રાખી શકાય કે, જે શક્તિના આધારે નગરીના નિર્માણનો નકશો પણ તૈયાર થઈ શકે ! એ બિચારો ભરવાડ રોજ ઢોર ચરાવવા આવતો, બપોર થતાં એક વડલાના વિસામે એ આરામ કરતો, એની આંખ જરાક બંધ થતી અને સસલા-કૂતરાની લડાઈનું એ સ્વપ્ન અને એ મનોરથ એની આગળ ઊપસી આવતા. બસ ! બરાબર આ જ રીતે એક દિવસ એ વડલાના વિસામે આરામ કરવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાં જ એની નજર કોઈ શોધમાં નીકળેલ થોડા માણસો પર પડી. એને કુતૂહલ થયું. નજીક જઈને એણે પૂછ્યું, શું શોધવા નીકળ્યા છો ?
જવાબ મળ્યો : અમે એવી એક ભૂમિની શોધમાં છીએ કે, જ્યાં નિર્માણ પામેલી નગરી સમગ્ર ગુર્જરને અજેય રાષ્ટ્ર બનાવવા સમર્થ બને !
ભરવાડે પૂછ્યું : શું આપ પોતે જ વનરાજ છો ? ગુર્જર રાષ્ટ્રને નવી અસ્મિતા અપાવવાના મનોરથ સેવનારા મહારથી વનરાજનાં નામ-કામથી ભરવાડ પરિચિત હતો, પણ એને થયું કે, અહીંની આ ભૂમિમાં વનરાજનું આગમન ક્યાંથી સંભવિત હોય ? એથી એણે આશ્ચર્ય સાથે પૂછી નાખ્યું. જવાબ મળ્યો : હા, વનરાજ હું પોતે જ છું. મારે એવી એક નગરીનું નિર્માણ કરવું છે કે, ગમે તેવો બળવાન શત્રુ પણ જેને નમાવી ન શકે !
ન
ભરવાડની આંખ ચિર-દૃષ્ટ સ્વપ્નોની સ્મૃતિથી પાછી ઊભરાઈ ઊઠી. એના અંતરમાં પોતાના નામને અમર બનાવવાના અરમાન આબુ તીર્થોદ્ધારક
૩૬
Page #49
--------------------------------------------------------------------------
________________
અને ઓરતા પણ જોરજોરથી આંદોલિત બની ઊઠ્યા. ઠાવકું મોં રાખીને એણે કહ્યું : વનના ઓ રાજા ! જ્યાં નબળોય બળવાન બની જાય, અને બળવાન શત્રુ પણ નબળો સાબિત થાય, એવી ભૂમિ શોધી આપવા હું તૈયાર છું. પણ એક શરતે !
વનરાજે નાણાંની કોથળી ખોલતાં કહ્યું કે, આમાંથી જેટલું જોઈએ, એટલું તું લઈ શકે છે, પણ મને એવી ભૂમિ બતાવ કે, જેની પર....
ભરવાડે એ કોથળી પરથી નજર ખેંચી લેતાં કહ્યું : મારે માટે આ દામ તો શિવનિર્માલ્ય ગણાય. મારે દામ નથી જોઈતા, મારે તો જોઈએ છે : નામ ! મારું નામ અમર રાખવાનો કોલ તમે આપતા હો, તો એવી પ્રભાવવંતી ભૂમિ બતાવું કે, જ્યાં સસલા સિંહ બની જાય અને કૂતરાને કાબૂમાં રાખે ! મારું નામ છે : અણહિલ્લ ! બોલો, મારી આ શરત મંજૂર છે?
“સો વાર મંજૂર ! જો આવી ભૂમિ તું બતાવતો હોય, તો એની પર નિર્માયેલી નગરીને “અણહિલપુર પાટણનું નામ આપવા હું અત્યારથી જ બંધાઈ જાઉં છું.”
વનરાજને તો ગમે તે ભોગે સુલક્ષણી ભૂમિની ભૂખ સંતોષવી હતી. એ વચનબદ્ધ બની ગયો. અણહિલ્લ ભરવાડના રોમેરોમમાં જાણે પ્રસન્નતાનાં પોયણાં ખીલી ઊઠ્યાં. વડલા પાસે જઈને પોતાની કામળ અને કાઠી લઈ આવીને એ વનરાજને પેલી ભૂમિ તરફ દોરી ગયો. ભાગ્યયોગે એ પળે ત્યાં સસલા-કૂતરાની લડાઈ જામેલી જ હતી. સૌએ સગી આંખે જોયું : કૂતરાની પીઠ પર ચડી બેસીને સસલો વિજય-નૃત્ય કરી રહ્યો હતો !
વનરાજનું રોમેરોમ આનંદિત બની ઊડ્યું. દિવસોની શોધ આજે સફળ બની હતી, ભૂમિ-વાદના જાણકારો પણ બોલી ઊઠ્યા કે, આ ભૂમિ ખૂબ જ સુલક્ષણી છે. રાજવી વનરાજ ! અહીંના નિર્માણમાં મંત્રીશ્વર વિમલ રે ૩૭
Page #50
--------------------------------------------------------------------------
________________
વપરાતી એકેએક ઈંટ ગુર્જર રાષ્ટ્રના પાયાને પણ પોલાદી બનાવવાનું કાર્ય કરશે ને સામ્રાજ્યનાં આપનાં સ્વપ્ન સાકાર થશે. | વનરાજની શોધ સફળ થઈ. ભરવાડ અણહિલ્લની ભાવના-સૃષ્ટિ સફળ થતાં એના આનંદનોય પાર ન રહ્યો.
વિ. સં. ૮૦૨ ના વૈશાખ સુદ બીજનો એ ધન્ય દિવસ હતો. જ્યારે વનરાજે અણહિલ્લપુર પાટણનો પાયો નાખવા દ્વારા જાણે ગુર્જર રાષ્ટ્રના એક મહાન સામ્રાજ્યનો પણ પાયો નાખ્યો અને થોડાંક જ વર્ષોમાં ગુજરાતનું ગૌરવ વધારે એવું એ નિર્માણકાર્ય પૂર્ણ થવા આવતાં અણહિલ્લપુરપાટણના સિંહાસન પર વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક મહોત્સવ એવી ભવ્યતાથી ઊજવાયો કે, શત્રુઓની આંખમાં વનરાજ એક કણાની જેમ ખૂંચ્યો, જ્યારે વનરાજની વય ૫૦ આસપાસની હતી અને વન-પ્રવેશની અણીએ આવીને ઊભી હતી.
રાજ્યાભિષેકનો પ્રસંગ રંગેચંગે ઊજવાયા બાદ વનરાજે પોતાના ઉપકારી ગુરુદેવ શ્રી શીલગુણસૂરિજીને સબહુમાન આમંત્રિત કરીને એમના ચરણમાં પોતાના સામ્રાજ્યનું સમર્પણ કરતાં કહ્યું : મહારાજ ! આ રાજય આપનું જ છે, પછી આપને સમર્પણ કરવાનો કોઈ સવાલ રહેતો નથી ! હું જ જ્યાં આપની કૃપાનું ફળ છું, ત્યાં આ રાજ્ય પર તો મારો અધિકાર ક્યાંથી હોઈ શકે ?
શ્રી શીલગુણસૂરિજીએ પોતાનો સાધુધર્મ આગળ કરીને કહ્યું : વનરાજ ! રાજ્યનો સ્વીકાર અમારાથી ન થઈ શકે. અમે તારી પાસે એક જ ઈચ્છા રાખીએ છીએ કે, જે પાર્શ્વનાથ-પ્રભુની પૂજા-ભક્તિના પ્રતાપે તું આ બધું પામ્યો છે, એમને ભૂલતો નહિ ને જીવનમાંથી ધર્મને દેશવટો દેતો નહિ.
વનરાજે પંચાસરમાંથી શ્રી પાર્શ્વનાથ-પ્રભુજીને અણહિલપુર પાટણમાં મંગાવીને નવા અતિ ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું, શ્રી શીલગુણસૂરિજીના વરદહસ્તે એ પાર્શ્વનાથ પ્રભુને એમાં પ્રતિષ્ઠિત કર્યા
૩૮ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #51
--------------------------------------------------------------------------
________________
અને પંચાસર-પાર્શ્વનાથ-પ્રભુના જયજયકારથી પાટણનો ખૂણેખૂણો ગુંજી ઊઠ્યો.
ભિન્નમાલથી નીકળીને ગાંભુમાં જઈ વસેલા શ્રી નીના શ્રેષ્ઠીએ જેમ ગાંભુમાં અઢળક ધનની સાથે નામના-આબરૂ એકઠી કરી હતી, એમ વનરાજના આમંત્રણથી પાટણમાં આવીને વસ્યા બાદ એથીય વધારે નામ-કામની કમાણી નીના શેઠ કરી શક્યા હતા. પુત્ર લહિરનું નવયૌવન તો ઓર ખીલી ઊઠ્યું હતું, શ્રી સુધમદિવી સાથે લહિરનું લગ્ન પણ થઈ ગયું હતું. એથી એઓ બધા પાટણ આવીને વસ્યા એ પછીના થોડા જ દિવસોમાં શ્રેષ્ઠી નીનાના પુત્ર લહિરમાં રહેલા બળકળથી પૂરા પરિચિત બની ચૂકેલા વનરાજે એને મંત્રીપદથી સન્માનવાનો નિર્ણય અમલમાં મૂકી દીધો અને એથી વનરાજનું રાજ્ય શ્રેષ્ઠી લહિર, ચાંપા વણિક આદિ જૈન મંત્રીઓથી સમૃદ્ધ બનતું દઢમૂલ બની રહ્યું, તેમજ જૈન મંત્રીઓથી પ્રતિષ્ઠિત આ રાજયનો વિદ્વેષી કદી આબાદી ન ભોગવી શકે, એવી ધાક ચોમેર ફેલાઈ રહી ! ગુર્જર રાષ્ટ્ર, વનરાજ ચાવડો, મંત્રી લહિર, અણહિલપુર પાટણ તેમજ પંચાસરથી આણેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના ભવ્ય જિનાલયથી મંડિત શ્રી વનરાજ-વિહાર : આ બધાની કીર્તિ એકબીજાની વચ્ચે જાણે હરીફાઈ ન જામી હોય, એ રીતે દિવસે દિવસે વૃદ્ધિ પામવા માંડી. વર્ષો વીતવા માંડ્યાં અને આ બધાની કીર્તિ-કથાઓ દેશ-પરદેશમાં ગવાવા માંડી !
શ્રી શીલગુણસૂરિજી સંતોષ અનુભવી રહ્યા હતા કે, વનરાજને આપેલો આશ્રય જિનશાસનની પ્રભાવના વધારવામાં ઠીક ઠીક નિમિત્ત બની ગયો ! વાત પણ સાચી હતી. વનરાજે શ્રી શીલગુણસૂરિજીએ કરેલા ઉપકારના ઋણમાંથી આંશિક મુક્તિ મેળવવા ઘણું ઘણું કર્યું હતું. શ્રી પંચાસરા-પાર્શ્વનાથ જિનાલયનું ભવ્ય અને તીર્થની શોભા ધરાવે એવું નવનિર્માણ આ ઋણમુક્તિના પ્રયાસનું જ એક ફળ હતું, તદુપરાંત વનરાજે પોતાના ગુરુ શ્રી શીલગુણસૂરિજી તરફની શ્રદ્ધામંત્રીશ્વર વિમલ ર૦ ૩૯
Page #52
--------------------------------------------------------------------------
________________
ભક્તિ વ્યક્ત કરવા એક એવું ફરમાન બહાર પડાવ્યું કે, શ્રી શીલગુણસૂરિજીની આજ્ઞા માનનાર એટલે કે ચૈત્યવાસી સાધુઓ જ પાટણમાં રહી શકે ને ધર્મોપદેશ આદિ આપી શકે.
૫૦ વર્ષની વયે પાટણની ગાદી પર આવનાર વનરાજ ચાવડો જેમ ભારે બાહોશ હતો, એમ વ્યક્તિવિશેષમાં રહેલી અણમોલ અજોડતાઓનો પૂરો પારખું પણ હતો. એથી જ તો એણે શ્રી લહિર, ચાંપા વણિક આદિ જેવા અનેક જૈન મંત્રીઓએ પોતાના રાજ્યમાં અગ્રગણ્ય સ્થાન આપીને સામ્રાજય-વૃદ્ધિનો એક લૂહ આબાદ સફળ બનાવ્યો હતો. | શ્રી નીના શ્રેષ્ઠી મંત્રી ભલે ન હતા, પણ મંત્રીપુત્રના પિતા તો હતા જ. તેમજ એમનામાં દાનવીરતા, આપત્તિમાં માર્ગ કાઢવાની કાબેલિયત આદિ કેટલાક ગુણો એવા તો અસાધારણ હતા કે, પાટણમાં એક પ્રતિષ્ઠિત પરિવાર તરીકે એમનાં નામ-કામ પર ફૂલ મુકાવા માંડ્યાં, એઓ વિદ્યાધર ગચ્છના અનુરાગી શ્રાવક હતા, એથી આ ગચ્છના આચાર્યોના ઉપદેશાનુસાર શ્રી ઋષભદેવ-પ્રભુના એક ભવ્ય જિનમંદિરનું નિર્માણ એમણે પ્રારંવ્યું. રાજકાજની અનેકવિધ પ્રવૃત્તિઓનો ભાર સાથે હોવા છતાં લહિરમંત્રીએ પણ આનો પાયો પૂરવાથી પ્રારંભીને પ્રતિષ્ઠા સુધીના કાર્યમાં ઊંડો રસ લીધો. આ મંદિરના નિર્માણ પછી તો નીના શ્રેષ્ઠીનું નામ કોઈથી અજાણ્યું ન રહ્યું.
એ કાળે સારા સારા હાથીઓ રાખવા, એ રાજાઓ માટે વિશિષ્ટ શોખ અને શાખની વાત ગણાતી. એમાંય ત્યારે વિભ્ય દેશના હાથીઓ તો ખૂબ ખૂબ વખણાતા. એક વાર લહિરમંત્રીને થયું કે, વિંધ્યના હાથી જો પાટણના પાદરે આવે, તો ગુર્જર રાષ્ટ્રની ગૌરવ-ગાથામાં એક સુવર્ણ કલગી ઉમેરાય ! એક તો વિખ્ય સુધી પહોંચવું, પછી ત્યાંથી હાથી મેળવવા અને ત્યારબાદ હાથીઓને ગુજરાત સુધી દોરી લાવવા – આ બધી એક એકથી વધુ કષ્ટસાધ્ય બાબતો હતી. પણ લહિર મંત્રી પાસે ઉત્સાહ અને સાહસની મૂડી મોટી હતી. એથી એઓ જેટલાં
૪૦ આબુ તીર્થોદ્ધારક
Page #53
--------------------------------------------------------------------------
________________
કષ્ટોનો સામનો કરીને વિંધ્ય સુધી પહોંચ્યા, એથીય કઇ ગણાં કષ્ટોને પગ નીચે કચડીને એક દહાડો પુનઃ પાટણને પાદરે આવી કાર્ય સિદ્ધ કરીને ઊભા. એમના પગલે પગલે હાથીઓ અને અશ્વોની વણઝાર
જ્યારે પાટણમાં પ્રવેશી, ત્યારે રાજા વનરાજથી માંડીને નાનામાં નાનો એક પ્રજાજન પણ મંત્રી લહિરની આ સિદ્ધિને પ્રશંસાનાં પુષ્પોથી વધાવ્યા વિના ન રહી શક્યો. આ સ્મૃતિ રૂપે મંત્રી લહિરને “સંડસ્થલ” નામનું એક ગામ ભેટ અપાયું.
આ અને આવાં અનેક સાહસો દ્વારા કેટલીય સિદ્ધિઓ પ્રાપ્ત કરીને, મંત્રી લહિરે ગુર્જર રાષ્ટ્રનું નામ રોશન કર્યું. નીના શ્રેષ્ઠી આવા પ્રતાપી પુત્રના પિતા બનવા બદલ જાતને ધન્ય માનવા માંડ્યા. આ જીવનમાં અનેક અનુભવો માણીને, કેટલીય ધૂપ-છાંવ વેઠીને અને ધર્મના રંગને દિનદિન ચડતો રાખીને, જીવનની સફળતા અંગે સંતોષ અનુભવનાર નીના શ્રેષ્ઠી એક દહાડો હસતા હસતા આ વિશ્વમાંથી વિદાય લઈને પરલોકના પંથે પ્રયાણ કરી ગયા. આ બનાવ પર થોડાંક વર્ષો વીત્યાં અને નીનાશેઠની ધર્મપત્ની સુલલિતાદેવીએ પણ જેને માંગવાનું મન થાય, એવું સમાધિ-મૃત્યુ મેળવી જાણ્યું.
આ અરસામાં મંત્રી લહિરે જે નામના અને રાજકૃપા મેળવી હતી, એ ભલભલાને મોંમાં આંગળી નંખાવે એવી હતી. ત્યારે એમની પોતાની ટંકશાળામાં એમના નામના સિક્કા પડતા હતા. મંત્રી લહિરની કીર્તિપતાકાઓ આમ દશે દિશામાં ફરકવા માંડી.
પાકેલા ફળને ઝાડ પરથી નીચે પડવા સિવાય બીજો કોઈ ભય હોતો નથી, જન્મેલા માણસને મરવા સિવાય મોટો બીજો કોઈ ભય હોતો નથી. કુદરતનો આ અફર ક્રમ છે. પોતાની નામના-કામનાથી ભલભલા ભડવીરોને હંફાવનાર અને ગુર્જર રાષ્ટ્રના સામ્રાજ્યનું સ્વપ્ન સાકાર કરવા જીવનભર વીરતાથી ઝઝૂમીને, જીવનના ઉત્તરાર્ધમાં એમાં ઝળહળતી સિદ્ધિ મેળવનાર વનરાજ ચાવડા જેવા રાજવી પણ આ ક્રમની સામે પરાક્રમ કરીને એને તોડી શકે, એ શક્ય ન હતું. મંત્રીશ્વર વિમલ ૨૦ ૪૧
Page #54
--------------------------------------------------------------------------
________________
ગુર્જર રાષ્ટ્ર માટે અંતે એક એવી ગોઝારી પળ આવી, જ્યારે વનરાજ ચાવડાનો જીવન-દીપ બુઝાયો. વિ. સં. ૮૦૫ થી ૫૦ વર્ષ ૨ મહિના અને ૨૧ દિવસ સુધીનું પ્રતાપી રાજ્ય ભોગવીને દિવંગત બનેલા વનરાજ ચાવડાનું મૃત્યુ અનેકને માટે આઘાતજનક બની ગયું, પણ એ આઘાત વચ્ચે ય કંઈક સાંત્વના લેવા જેવી વાત એ હતી કે, પોતાની પાછળ યોગરાજ જેવા પ્રતાપી અને નીતિનિષ્ઠ પુત્રને પેદા કરીને વનરાજ ચાવડાએ ૧૧૦ વર્ષની વયે આ વિશ્વમાંથી વિદાય લીધી હતી !
૪૨
આબુ તીર્થોદ્વારક
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રતાપી પૂર્વજોની પુણ્ય-પરંપરા
વનરાજ ચાવડાએ અણહિલ્લપુર પાટણની સ્થાપના દ્વારા અજેય ગુર્જર રાષ્ટ્રનો જે પાયો નાખ્યો, એ પાયાને મજબૂત બનાવવાનું કાર્ય ચાવડા વંશમાં થયેલા સાત સાત રાજાઓ સુધી એકધારું ચાલતું રહ્યું ! પછી સમયચક્રે પલટો લીધો અને પાટણની ગાદી પર સોલંકીચૌલુક્ય રાજાઓના શાસન-કાળનો પ્રારંભ થયો. વિ. સં. ૮૦૨ થી ૯૯૮ સુધી ગુર્જર રાષ્ટ્રની અખંડ ધુરા અને અણહિલ્લપુર પાટણના રાજસિંહાસનનાં સૂત્રો જેમ ચાવડા-વંશ સંભાળતો રહ્યો, એમ મંત્રી-પદની પરંપરા નીના શ્રેષ્ઠીના વંશજો સંભાળતા રહ્યા.
Page #56
--------------------------------------------------------------------------
________________
ઇતિહાસનાં ઉલ્લેખો પ્રમાણે વનરાજ ચાવડા પછીના બે ત્રણ રાજાઓના સમય સુધી મંત્રી-ધુરા શ્રી લહિરના હાથમાં રહી. વનરાજની વિદાય પછી પાટણની ગાદી પર એમના પુત્ર યોગરાજનો રાજ્યાભિષેક થયો. યોગરાજ એક દીર્ધાયુષી તેમજ ન્યાયનિષ્ઠ રાજવી તરીકેનું અદ્ભુત જીવન જીવી ગયા. એમને ક્ષેમરાજ આદિ ત્રણ પુત્રો હતા. ૩૫ વર્ષના એમના રાજકાળ દરમિયાન સરજાયેલો ઇતિહાસ મોટા પ્રમાણમાં અનુપલબ્ધ હોવા છતાં ૧૨૦ વર્ષની વયે, કર્તવ્યની વેદી પર જે રીતે એમણે બલિદાન આપ્યું, એનો નોંધાયેલો એક પ્રસંગ તો ખૂબ જ રોમાંચક-પ્રેરક છે.
ક્ષેમરાજ પિતૃભક્ત અને ન્યાયમાં માનનારો પુત્ર હોવા છતાં ગમે તેમ કરીને, ગમે તે ભોગે ગુર્જર રાષ્ટ્રના રાજકોશને સંપત્તિથી ભરપૂર બનાવી દેવાની અધીરાઈનો એ ભોગ બન્યો હતો. એક વાર આ અધીરાઈના અગ્નિમાં, ઘીની આહુતિની ગરજ સારે એ જાતના એક સમાચાર અને સાંભળવા મળ્યા અને પોતાના વૃદ્ધ પિતા યોગરાજના ધર્મદિલનો જરાય વિચાર કર્યા વિના એક અવિચારી અને અન્યાયી પગલું ભરવાનો એણે નિર્ણય કરી નાખ્યો. એમાં એના બે ભાઈઓ પણ રાજીખુશીથી જોડાઈ ગયા.
બન્યું હતું એવું કે, અન્ય દેશનાં વહાણોનો એક કાફલો ઠીકઠીક કમાણી કરીને પાછો ફરી રહ્યો હતો, ત્યારે એ સોમેશ્વર-પ્રભાસ પાટણની આસપાસના દરિયામાં ઊઠેલી આંધીનો ભોગ બન્યો હતો અને એથી સ્વ-બચાવ માટે એ બધાં વહાણો પ્રભાસપાટણના દરિયાકિનારે લાંગર્યાં હતાં, તેમજ એનો અધિપતિ સ્વચ્છ આકાશની પ્રતીક્ષા કરતો, અનુકૂળ વાયુમંડળની રાહ જોતો સમય પસાર કરી રહ્યો હતો.
આ સમાચાર ગુપ્તચરો દ્વારા ક્યાંકથી ક્ષેમરાજના કાનમાં અથડાયા અને પોતાની પ્રતિષ્ઠાનો કે પોતાના વયોવૃદ્ધ પિતાજીની આબરૂનો જરાય વિચાર કર્યા વિના એ વહાણોને લૂંટીને એની
૪૪ ૯૬ આબુ તીર્થોદ્ધારક
Page #57
--------------------------------------------------------------------------
________________
લોહિયાળ લક્ષ્મીથી પાટણના રાજકોશને સમૃદ્ધ બનાવવાનો એણે નિર્ણય લઈ લીધો અને આ નિર્ણય મુજબ થોડા જ દિવસોમાં ક્ષેમરાજ પોતાના ભાઈઓ તેમજ સેનાના સથવારા સાથે પ્રભાસપાટણ જઈ પહોંચ્યો. ઊંઘતા પર છાપો મારવાની અદાથી ત્યાં લાંગરેલાં વહાણો પર છાપો મારીને એણે લખલૂટ લક્ષ્મીની બેફામ લૂંટ ચલાવી. ત્યારે એને એટલોય વિચાર ન આવ્યો કે, અત્યારે અન્ય પ્રદેશોમાં ચાવડા રાજાઓની “ચોર-રાજા” તરીકેની જે અપકીર્તિ ફેલાઈ રહી છે, એમાં આ લૂંટની ઘટનાથી ઠીક ઠીક વેગ મળશે. આટલો પણ વિચાર આવ્યો હોત, તો ક્ષેમરાજ હરગિજ આવું અન્યાયી પગલું ન ભરત !
લૂંટની લક્ષ્મી તરીકે અઢળક ધન મળ્યું હતું. ૧૦ હજાર તેજસ્વી અશ્વો, અનેક હાથીઓ અને કરોડોનું રોકડ નાણું જોઈને ક્ષેમરાજને થયું કે, આ બધું જોઈને પિતાજી ન્યાય-અન્યાય સાવ ભૂલી જ જશે અને આપણી પીઠ થાબડીને આપણાં ઓવારણાં લેશે ! આવી આશાઓ સજીને ક્ષેમરાજ અણહિલ્લપુર પાટણ આવ્યો અને લૂંટમાં મળેલી લક્ષ્મીને પિતાજી સમક્ષ રજૂ કરીને એણે પૂછ્યું : પિતાજી ! આપના સાહસિક સંતાન તરીકે, અણહિલ્લપુર પાટણની અસ્મિતાની અભિવૃદ્ધિના એક અમોઘ ઉપાય તરીકે અમે આ જે પગલું ભર્યું છે, એ આપની દૃષ્ટિએ ઉચિત છે કે અનુચિત?
યોગરાજના અંતરના પટમાં ઊભો ચીરો પડી ગયો હતો. વેદના અને આઘાતથી એમનું મન ભાંગી પડ્યું હતું. છતાં ધર્યને ધારણ કરીને એમણે કહ્યું : બેટાઓ ! મૌન રહેવામાં જ મજા છે, તમારી આ પ્રવૃત્તિને ઉચિત ગણાવું, તો ચોરનો ભાઈ ઘંટીચોરમાં મારો નંબર લાગે અને અનુચિત ગણાવું, તો તમારું દિલ દુભાય, માટે બોલો, હવે હું મૌન ન રહું, તો બીજું કશું પણ શું?
યોગરાજની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં, એ ઝળઝળિયાં જાણે અંદરમાં અંતરમાં જાગેલા પશ્ચાત્તાપના તાપથી પેદા થયેલી વરાળ જેવાં જણાતાં હતાં. એમણે જરાક સ્વસ્થ બનીને પુત્રોને કહ્યું : બેટાઓ ! મંત્રીશ્વર વિમલ ૦ ૪૫
Page #58
--------------------------------------------------------------------------
________________
બીજું તો કંઈ નહિ, પણ તમને આપણા વંશની અપકીર્તિનો વિચાર પણ ન આવ્યો ? અત્યારે બીજાં બીજાં રાજ્યો ગુજરાત એટલે ચાવડાઓનું નહિ, ચોરોનું રાજ્ય ! આમ કહીને આપણા પૂર્વજોની કીર્તિને કલંકિત બનાવવા આદુ ખાઈને મેદાને પડ્યા છે, ત્યારે તમે ચલાવેલી આ લૂંટથી એ રાજ્યોને આપણી આબરૂને ધૂળધાણી કરવાનો કેવો પ્રબળ મોકો મળી જશે ? તમારાથી આજે એવું મોટું પાપ થઈ ગયું છે કે, એ પાપના અંગારા મને બાળીને ભડથું બનાવ્યા વિના નહિ રહે. વધુ તો કંઈ કહેવાનું નથી, હવે આવી ભૂલ બીજી વાર ન થાય, એ માટે જાગ્રત રહેશો, એવી મારી ભારપૂર્વકની ભલામણ છે.
મહત્ત્વની વાત પૂરી કરીને પોતાના મનમાં ઘોળાતી વ્યથાઓએ જે નિર્ણય લેવા યોગરાજને પ્રેરિત કર્યા હતા, એની જાણ કરતાં એમણે કહ્યું: રાજાશાનો ભંગ, સેવકની વૃત્તિનો છેદ અને નારીને અલગ શય્યા પર સૂવાનો આદેશ : આ ત્રણે શસ્ત્ર વિનાની હત્યા છે, એમ નીતિશાસ્ત્ર કહે છે. આ કથન મુજબ મારી હત્યા તો થઈ ચૂકી છે. એથી મારા નિપ્રાણ જેવા આ ખોળિયાને અગ્નિસ્નાન કરાવવાનો અફર નિર્ણય મેં લઈ લીધો છે.
આમ, કહીને પુત્રના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની પૂર્વતૈયારી રૂપે દેવપૂજા, મંત્રપાઠ આદિ આદિ કરીને, સમગ્ર પાટણની અસંમતિને પગ તળે કચડીને, યોગરાજ અગ્નિશયામાં આરામથી સૂઈ ગયા. એમના દેહને તો એ અગ્નિએ બાળી નાખ્યો, પણ એમની ન્યાયનિષ્ઠાની કીર્તિનું કાંચન એ જ્વાળાઓમાં વધુ ઉજ્વળ બનીને બહાર આવ્યું. એ કીર્તિ-કાંચનના ઝગારા પર કાટ ચડાવવા કાળ હજી આજેય સમર્થ નથી નીવડી શક્યો.
યોગરાજની ન્યોચ્છાવરીભરી શહીદી પછી પાટણની રાજગાદી પર એમનો પુત્ર ક્ષેમરાજ અભિષિક્ત થયો, એનું રાજ્ય ૨૫ વર્ષ ચાલ્યું.
૪૬ આબુ તીર્થોદ્ધારક
Page #59
--------------------------------------------------------------------------
________________
ક્ષેમરાજ પછી ૨૯ વર્ષ સુધી ભૂયડદેવનું રાજય ચાલ્યું, એણે પાટણમાં ભૂયડેશ્વરનું પ્રસિદ્ધ મંદિર બંધાવ્યું.
ભૂયડ પછીનાં ૨૫ વર્ષ સુધી વૈરસિંહે પાટણની રાજગાદીને શોભાવી.
વૈરસિંહની પાટે રત્નાદિત્યનો અભિષેક થયો અને ૧૫ વર્ષ સુધી એનું રાજ્ય ચાલ્યું.
એમની વિદાય પછી વિ. સં. ૯૯૧માં પાટણની રાજ્યધુરા સામંતસિંહના હાથમાં આવી. સાત વર્ષ સુધી રાજકાજ સંભાળીને, ચાવડા વંશના છેલ્લા-સાતમાં રાજા તરીકેનું માન પામીને એણે વિદાય લીધી. એ વખતે વિક્રમનું ૯૯૮મું વર્ષ ચાલી રહ્યું હતું. ત્યારે સામંતસિંહની સત્તાનો સૂર્યાસ્ત થયો. આ સૂર્યાસ્તનાં અંધારાં ચાવડા વંશને એવી રીતે ઘેરી વળ્યાં કે, એ ઘેરામાંથી ચાવડા વંશ બહાર ન જ આવી શક્યો અને એથી આ પછી પાટણની રાજગાદી પર, ચૌલુક્યવંશીય રાજવીઓના સૂર્યોદયનાં અજવાળાં પ્રકાશ પાથરવા માંડ્યાં !
ગુજરાતની ગાદી પર “ચાવડા'માંથી “ચૌલુક્ય વંશના થયેલા રાજપલટાની રોમાંચક વિગતો જાણવી હોય, તો મૂળરાજના જીવન પર એક આછો-પાતળો દષ્ટિપાત કરવો ખૂબ જ જરૂરી ગણાય, કારણ કે ચૌલુક્ય વંશના પ્રારંભક તરીકે મૂળરાજનું નામ ઇતિહાસપ્રસિદ્ધ છે.
ચાવડાવંશીય ભૂયડનું રાજ્ય પાટણના તપ્ત પર વિ. સં. ૯૨૨ વર્ષ સુધી એકધારું ચાલ્યું. આ ભૂયડના વંશમાં આગળ જતાં મુંજાલદેવ નામના પરાક્રમી પુરુષ થયા, એમને રાજ, બીજ અને દંડક નામના પ્રતાપી ત્રણ ત્રણ પુત્રો હતા. આ ત્રણે ભાઈઓ એક વાર સોમેશ્વરની યાત્રાએ ગયા. ત્યાં એમણે પાટણ પર રાજ્ય ચલાવતા ચાવડા વંશના સામંતસિંહની ઋદ્ધિ-સમૃદ્ધિની અનેક વાતો સાંભળી અને પાટણપતિને મંત્રીશ્વર વિમલ 29 ૪૭
Page #60
--------------------------------------------------------------------------
________________
નજરોનજર નિહાળવાની જાગેલી ઉત્કંઠાને પૂર્ણ કરવા કાજે કાપેટિકનો (સંન્યાસી જેવો) વેશ ધારીને પાટણ જવાનું નક્કી કર્યું.
સોમેશ્વરથી થોડા જ દિવસોમાં વેશપરિવર્તન કરીને રાજ પાટણ આવ્યો. રાજમાર્ગે થઈને એ આગળ વધી રહ્યો હતો, ત્યાં જ સામેથી અશ્વસવારી કરીને આવતા સામંતસિંહ એની નજરે પડ્યા. એ અશ્વ અજબગજબનો હતો, તો એની પર સવારી કરતા સામંતસિંહ પણ કંઈ કમ ન હતા, રાજની આંખ એમને ધરાઈ ધરાઈને નિહાળી રહી. થોડી પળો પસાર થઈ અને રાજે એક દશ્ય જોયું, તો એના મોંમાંથી એક સિસકારો નીકળી ગયો. સામંતસિંહ ઘોડા પર જે રીતે ચાબુક ચલાવતા હતા, એ જોઈને રાજનું હૈયું વેદના અનુભવી રહ્યું.
સામંતસિંહની નજર જ્યારે રાજ પર પડી, ત્યારે એ સિસકારો નાખી રહ્યો હતો. પરિવર્તિત વેશ હોવા છતાં “સૂર્ય છિપે નહિ બાદલ છાયો” જેવી પરિસ્થિતિ હતી. એથી સામંતસિંહે રાજને પૂછ્યું : લાગી છો પરદેશી-કાર્પટિક જેવા ! પરંતુ મને જોઈને આમ સિસકારો કેમ નાખ્યો ?
રાજે જવાબ વાળ્યો : આપે આ અશ્વ પર જે ચાબુક વીંઝી, એનો માર મને લાગ્યો, એથી મારા મોંમાંથી સિસકારો નીકળી ગયો!
સામંતસિંહનું આશ્ચર્ય પ્રશ્ન પૂછી બેઠું તમે કેવી વાત કરો છો? ઘોડા પર વીંઝેલી ચાબુકનો ભાર તમને કઈ રીતે વાગે ? તમે તો દૂર દૂર ઊભા છો ! - રાજ રોકડો જવાબ આપ્યો : સાંભળો, રાજન્ આ એક ઉત્તમ જાતિનો અશ્વ છે. આની ગતિમાં જરાય ખામી કે મંદતા નહોતી, છતાં આપે વિના વાંકે આની પર ચાબુક વીંઝી. એથી મારા મર્મ પર ચોંટ લાગે, એ સ્વાભાવિક છે. કયા ઘોડાને મરાય, કયાને ન મરાય, એનું પણ એક મોટું શાસ્ત્ર છે !
૪૮ ૯ આબુ તીર્થોદ્ધારક
Page #61
--------------------------------------------------------------------------
________________
એક કાપેટિકના મોઢેથી આવી નિર્ભિક વાત સાંભળીને સામંતસિંહને એની પરીક્ષા લેવાનું મન થયું. એમણે કહ્યું : અશ્વ પર બેસતાં આવડતું હોય, તો બેસી બતાવો. આ તો રાજ-અશ્વ છે !
સામંતસિંહ અશ્વ પરથી નીચે ઊતરી ગયા ને એ અશ્વ પર કાપેટિક-રાજ એવી અદાથી ચડી બેઠો કે, આ તમાશો જોવા એકઠી થયેલી પ્રજા બોલી ઊઠી : વાહ ! વાહ ! કેવો અદ્ભુત સંયોગ ! અશ્વથી આ કાર્પટિક કેવો શોભી ઊઠ્યો અને કાર્પેટિકથી આ અશ્વ કેવો શોભી ઊઠ્યો !
સામંતસિંહ એમ માનતા હતા કે, આ અશ્વ પોતાની પીઠ પર કોઈને બેસવા નહિ દે ! પણ કાપેટિકે એવી કુશળતા વાપરી કે, અશ્વ એના સ્પર્શ જ હર્ષથી હેકારવ કરી રહ્યો. એથી એમને થયું કે, આ કાપેટિક સામાન્ય માણસ ન હોવો જોઈએ, એમણે કાપેટિકનો પરિચય પામવા પૂછ્યું કે, ક્યાંથી આવો છો ? તમારી રૂપાળી આ કાયા સાથે આ વેશ બંધબેસતો લાગતો નથી ! માટે જાતને છુપાવ્યા વિના વાત કરો.
કાપેટિકે કહ્યું : જો અંતરની જ વાત સાંભળવી હોય, તો તો એકાંત જોઈએ ! સામંતસિંહ તરત જ એ કાપેટિકને લઈને રાજમહેલે પહોંચ્યા. કાર્પટિકે બધી વાત દિલનાં દ્વાર ખોલીને કહી નાખી. સામંતસિંહને હવે ખ્યાલ આવ્યો કે, આની પર પોતાને પેદા થયેલી લાગણી નિષ્કારણ નહોતી. એઓ એને ભેટી પડતાં બોલ્યા : રાજ ! તો તો આપણે એક જ વંશના ગણાઈએ. ભૂયડદેવ તો અમારા પૂર્વજ ગણાય. એમના વંશમાં તમે આવ્યા !
સામંતસિંહે હૈયાનું બધું જ વહાલ આપીને રાજને વશ બનાવી દીધો, પછી તો એ ત્યાં જ રહીને કાયાથી અને કળાથી સમૃદ્ધ બન્યો. સામંતસિંહને લીલાદેવી નામની એક બહેન હતી, આ બહેનને એમણે રાજ સાથે પરણાવી અને તેઓના સંબંધ વધુ ગાઢ બન્યા. રાજને પણ મંત્રીશ્વર વિમલ ર૦ ૪૯
Page #62
--------------------------------------------------------------------------
________________
ત્યાં બરાબર ફાવી ગયું. થોડા મહિનાઓ પસાર થયા. એવામાં કટોકટીનો એક પ્રસંગે ઉપસ્થિત થયો.
લીલાદેવી ગર્ભસ્થ હતાં, ત્યારે એકાએક એ એવા ભયંકર રોગનાં ભોગ બન્યાં કે, વૈદ્ય-હકીમો પ્રયાસ કરતા જ રહ્યા અને લીલાદેવીનું પ્રાણપંખેરું ઊડી ગયું. આ પૂર્વે જ મંત્રીઓને ખાતરી થઈ ગઈ હતી કે, લીલાદેવીને તો હવે કાળ નક્કી લઈ જ જવાનો છે, પણ એમના પેટમાં પોઢેલા શિશુને હજી બચાવી લેવાય એમ છે. એથી તરત જ શસ્ત્રક્રિયા દ્વારા લીલાદેવીના પેટનો પડદો ખોલીને, કુક્ષિસ્થ બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. અયોનિજ આ બાળકને જ્યારે લીલાદેવીની કુક્ષિમાંથી બહાર કાઢવામાં આવ્યો, ત્યારે આકાશના પ્રહ-ચાર મુજબ મૂળ નક્ષત્ર હતું. એથી આ બાળકનું નામ મૂળરાજ રાખવામાં આવ્યું. અભુત એનું તેજ હતું, અપ્રતિમ એનું લાવણ્ય હતું. સામંતસિંહને જયારે બહેનના અકાળ મૃત્યુની યાદ દર્દભીની બનાવી જતી, ત્યારે એઓ આ ભાણિયા મૂળરાજનું મો જોતા અને બધું દર્દ ભુલાઈ જતું!
મૂળરાજના પુણ્ય-પ્રભાવના ચમકારા થોડા જ વખતમાં સૌ અનુભવી રહ્યા. એ વયથી વધતો ગયો, એમ એના મામા સામંતસિંહ વૈભવથી પણ વધતા ગયા. શૈશવ વટાવીને મૂળરાજ જ્યારે કુમારાવસ્થામાં આવ્યો, ત્યારે તો જાણે “નવયુવાન' જેવો પ્રતાપી જણાવા માંડ્યો. થોડાં વધુ વર્ષ વીત્યાં. હજી યૌવનનું આગમન થાય, એ પૂર્વે તો મૂળરાજના કાંડામાં જાણે પાટણનું શાસન ચલાવવાનું કૌવત ઊભરાવા માંડ્યું.
સામંતસિંહ હવે જીવનના વનમાં પ્રવેશી ચૂક્યા હતા. એથી એમણે મૂળરાજનો રાજ્યાભિષેક કર્યો. પણ થોડા મહિના ગયા, ત્યાં તો એમને એવો ભય પેઠો કે, આ ભાણિયાનો ભાણ બહુ તપે છે, પછી મારો ભાવ કોણ પૂછશે ? એથી મામાએ ભયપ્રેરિત બનીને ભાણિયાને રાજગાદી પરથી ઉઠાડી મૂક્યો. આવું એક વાર નહિ, બે
૫૦ આબુ તીર્થોદ્ધારક
Page #63
--------------------------------------------------------------------------
________________
ત્રણ વાર બન્યું. પ્રજામાંય આ વાત ચર્ચાસ્પદ બની. સૌ ખુલ્લી રીતે એમ બોલવા માંડ્યા કે “આ તો ચાવડાનું દાન' છે, મળ્યા પછી ક્યારે પાછું ઝૂંટવી લેવાય, એ કોણ જાણે ! દાન જાહેર થયા પછી મળવાની સંભાવના ન હોય, એવી પરિસ્થિતિને લોકો “ચાવડાનું દાન” કહીને પરિહાસ ઉડાવવા માંડ્યા.
સ્વમાની અને પ્રચંડ પરાક્રમી મૂળરાજ પણ પોતાના મામાની છોકરમત જેવી આ રમતથી વાજ આવી ગયો હતો, એથી એક દહાડો બરાબર લાગ જોઈને અને આસપાસના વાતાવરણને સલામત બનાવીને મૂળરાજે સામંતસિંહનું કાસળ કાઢી નાખ્યું અને પાટણની રાજગાદી પરથી ચાવડા વંશનો અંત લાવીને ચૌલુક્ય વંશના વિજયધ્વજને ધારણ કરીને સમગ્ર ગુર્જર રાષ્ટ્રની સત્તા એણે હસ્તગત કરી. પાટણના રાજ્ય સિંહાસન પર ચૌલુક્ય વંશની સ્થાપનાના શુભારંભ રૂપે મૂળરાજનો રાજ્યાભિષેક થયો, ત્યારે એની ઉંમર ૨૧ વર્ષની હતી અને ત્યારે વિક્રમનું ૯૯૮મું વર્ષ અને અષાઢ સુદ પૂર્ણિમાની તિથિ હતી.
ઉત્સાહ, સાહસ, ધર્મ અને ધર્મના અનેકવિધ પ્રસંગો દ્વારા ઇતિહાસને કેટલાંય સુવર્ણ-પ્રકરણો આપી જનાર મૂળરાજે વિ. સં. ૯૯૮ થી પપ વર્ષ સુધી ગુર્જર રાજ્યનું સફળ સુકાન સંભાળ્યું. એમની પછી ગુર્જર રાજ્યના અધિષ્ઠાતા ચામુંડરાજ બન્યા અને વિ. સં. ૧૦૫૩ થી ૧૩ વર્ષ સુધી એમનું સામ્રાજ્ય રહ્યું. એમની ગાદીએ વલ્લભરાજ આવ્યા. માત્ર ૬ મહિનાનું રાજ્ય ભોગવીને મૃત્યુ પામનારા એમની ગાદી પર એમના ભાઈ દુર્લભરાજનો અભિષેક થયો. પાટણમાં દુર્લભ સરોવરનું નિર્માણ આ અરસામાં થયું.
વિ. સં. ૧૮૬૬ થી ૧૧ વર્ષ ૬ મહિના સુધી પાટણની રાજગાદી પર પ્રતાપી રાજ્ય કરીને મૃત્યુને વરેલ દુર્લભરાજ પછી એમના ભાઈ નાગરાજના પ્રતાપી પુત્ર ભીમદેવ વિ.સં. ૧૦૭૮ના ષ્ઠ સુદ ૧રના મંગળવારના મંગળ દિવસે પાટણની રાજગાદી પર અભિષિક્ત મંત્રીશ્વર વિમલ ર૦ ૫૧
Page #64
--------------------------------------------------------------------------
________________
થયા અને ૫૦ વર્ષની પ્રૌઢ વયે એમણે ગુર્જર રાષ્ટ્રનું સુકાન હાથમાં લીધું.
યુદ્ધકળામાં અને વિશેષ કરીને બાણકળામાં એ ભીમરાજ વિશેષ નિપુણ હતા, એથી ‘બાણાવળી' તરીકે એઓ ઠીક ઠીક પ્રસિદ્ધિ પામ્યા હતા. રાજા ભીમ અને દંડનાયક શ્રી વિમલ આ બે સમકાલીન શક્તિવ્યક્તિઓ હોઈને હવે આપણે આ બેના જીવનવહેણની સાથે આગળ વધતાં વધતાં દંડનાયક વિમલે જે યશસ્વી, તેજસ્વી અને રોમાંચક ધર્મપ્રભાવના કરી, એની થોડીઘણી ઝાંખી મેળવીને ધન્ય તેમજ કૃતાર્થ બનીએ.
પર
આબુ તીર્થોદ્વારક
Page #65
--------------------------------------------------------------------------
________________
ઈર્ષાનાં ઈંધણ
દંડનાયક વિમલનાં નામ-કામ જ્યારે ગાજી ઊઠ્યાં હતાં, ત્યારે ભીમદેવનું રાજ્ય તપતું હતું અને આ પછીનાં કેઈ વર્ષો બાદ મંત્રીશ્વર વસ્તુપાળતેજપાળની યશોગાથાઓ જ્યારે ગવાતી હતી, ત્યારે પણ ભીમદેવ નામના એક રાજાનું રાજ્ય હતું. આથી દંડનાયક વિમલ જેમની સેવામાં હતા, એ વિ.સં. ૧૦૭૮ કાલીન ભીમદેવ ઇતિહાસમાં ભીમદેવ પહેલા તરીકે ઠીક ઠીક નામોલ્લેખ પામ્યા. એમના પિતા દુર્લભરાજ અને કાકા નાગરાજ આ બંને સ્વાભાવિક રીતે જ વૈરાગ્ય-વૃત્તિ અને સંસાર તેમજ સામ્રાજ્ય
Page #66
--------------------------------------------------------------------------
________________
તરફ ઉદાસીન ભાવના ધારક હતા. એથી યોગ્ય વય થતાં દુર્લભરાજે સંન્યાસ લેવાનો નિર્ણય પોતાના ભાઈને જણાવીને રાજ્ય સંભાળી લેવાનો આગ્રહ કર્યો. પરંતુ નાગરાજનું દિલ પણ વિરાગી જ હતું. એથી એમણે કહ્યું : વડીલબંધુ! હું પણ આપની સાથે જ ધર્મમય જીવન ગાળવાના નિર્ણયવાળો છું. માટે આપ પાટણની રાજગાદી બીજા કોઈને સોંપી શકો છો. - આ પછી લાંબી વિચારણાને અંતે દુર્લભરાજ પોતાના ભાઈ નાગરાજના પુત્ર ભીમદેવને રાજગાદી સોંપવાના નિર્ણય પર આવ્યા. ભીમદેવ શરીરે જરા ધૂળ અને રંગે જરા શ્યામ હતા, પણ પરાક્રમથી તેઓ એવા પ્રકાશિત હતા કે, આ બે ખામીઓ એમાં ઢંકાઈ જતી. ભીમદેવના બાહુબળ પર વિશ્વાસ હોવાથી બંને ભાઈઓએ એમને રાજય સોંપીને કાશીની યાત્રાએ જવા પ્રયાણ કર્યું, ત્યારે માલવામાં મુંજનું રાજય ચાલતું હતું. ગુર્જર રાષ્ટ્ર સાથે માલવાને બનતું નહોતું. બંને રાજ્ય વચ્ચે થોડોઘણો વેર-વિરોધ તો ચાલતો જ હતો, આવા અવસરે દુર્લભરાજ-નાગરાજ માલવા-મંડલમાં થઈને કાશી જવા નીકળ્યા, ત્યારે માલવપતિ મુંજે એમને રોકીને ખોટો ષ ઠાલવતાં કહ્યું : તમે આ રીતે આ માલવા મંડલ પરથી પસાર નહિ થઈ શકો ! કાપેટિક-સંન્યાસીનો વેશ લઈને તમે જતા હો, તો મારે તમારા માર્ગને આંતરવો નથી, પણ આ વેશમાં તો તમને હું આગળ નહિ જ વધવા દઉં. હા, આ વેશમાં પણ જવું હોય, તો એક રસ્તો છે : તમે મને યુદ્ધમાં જીતી લો, તો આ વેશમાં ખુશીથી આગળ વધી શકો છો ! - દુર્લભરાજ અને નાગરાજના મનમાં તો કાશી યાત્રાની પ્રબળ ભાવના હતી, માટે વેર-વિરોધ અને સંગ્રામની જળો-જથામાં તેઓ શાના જકડાય ? એથી કાપેટિકનો વેશ ધારણ કરીને એઓ આગળ વધી ગયા. પણ આ વાત જ્યારે ભીમદેવના કાને પહોંચી, ત્યારે તેજોષથી પ્રેરાઈને માલવાએ પોતાના કાકા અને પિતાના કરેલ આ
૫૪ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #67
--------------------------------------------------------------------------
________________
અપમાનનો પૂરેપૂરો બદલો લેવાની ભીમદેવે મનમાં ગાંઠ વાળી અને આ નાનકડું અપમાન ગુર્જરપતિ ભીમદેવના મનમાં વેરનું બીજ બનીને ધરબાઈ ગયું. ત્યારે તો કોણ એવી કલ્પના પણ કરી શકે કે, આ બીજમાંથી ઊગી નીકળનારા બળવાના બાવળિયા બંને દેશની કેવી ખાનાખરાબી કરી નાખશે ?
જે શ્રેષ્ઠી નીના છેક વનરાજના સમયથી ગુર્જર રાષ્ટ્રને મહારથી મંત્રી-પરંપરા આપવામાં નિમિત્ત બની ગયા, એમની વંશપરંપરામાં મંત્રી લહિર પછીના સમયમાં થયેલા મંત્રી વીરની સંસારવેલ પર પાંગરેલા અને પોતાની ફેલાતી ફોરમથી સંસારને સુવાસિત બનાવી ગયેલાં, બે ફૂલો એટલે જ નેઢ અને વિમલ !
મંત્રીશ્વર વીરના આ બે પુત્રોમાંથી નેઢની પુત્રપરંપરાને મળતા રહેલા મંત્રી-પદની સમયાવધિ છેક મહારાજા શ્રી કુમારપાળ સુધી લંબાયેલી ઉપલબ્ધ થાય છે. નેઢ મંત્રીની પરંપરામાં મંત્રી ધવલ, મંત્રી આનંદ, મંત્રી પૃથ્વીપાલ અને મંત્રી ધનપાલ થયા. આમાંના શ્રી પૃથ્વીપાલ તો ગુર્જરેશ્વર કુમારપાળના રાજ્યમાં મહામાત્ય તરીકે અગ્રગણ્ય સ્થાનને શોભાવનારા હતા.
ચામુંડરાજના રાજ્યકાળ વિ.સં. ૧૦૫૩ થી દુર્લભરાજના વિ.સં. ૧૦૬૬ પર્યંતના રાજ્યકાળ સુધી મંત્રી વીરની સેવા પાટણને ઉપલબ્ધ થઈ. એમની પત્ની વીરમતિ ધર્મનો અવતાર હતી. એનામાં શાણપણ હતું. દૂરંદેશી હતી, અને જાજરમાન વ્યક્તિત્વ હતું. વીર બાલ્યકાળથી જ વિરાગી હતા, પણ કર્મ-ધર્મના સંયોગે વીરમતિ સાથે એમનો સંસારવાસ લખાયેલો હશે ? અને એ બેનો સંયોગ પણ એવી કોઈ પનોતી પળે થયો હશે કે, એમની સંસારવેલ પર નેઢ અને વિમલ જેવાં બે ફૂલ પાંગર્યાં. આમાં મંત્રી નેઢ પરમાર્હત્ કુમારપાળ સુધી ચાલી રહેલી મંત્રી-પરંપરાના પિતામહ તરીકે તો દંડનાયક શ્રી વિમલ ગુર્જર રાષ્ટ્રના સફળ સંચાલક ઉપરાંત ગિરિરાજ આબુ પરની ‘વિમલ
મંત્રીશ્વર વિમલ
૫૫
Page #68
--------------------------------------------------------------------------
________________
વહી’ના સર્જક તરીકે અમર બની ગયા ! આ અમરતાનાં ગાન હજી આજેય દેશ-પરદેશમાં ગુંજી જ રહ્યાં છે.
મંત્રીપદને પામ્યા પછી પણ વીરનું અંતર તો પોતાના કપાળે લખાયેલા મંત્રીત્વના લેખને ભેંસી કાઢીને ભગવાન-ભાષ્યો ધર્મ સ્વીકારવાની સ્વપ્નસૃષ્ટિમાં જ રાચી રહ્યું હતું. પણ જવાબદારીનાં જે બંધન પગમાં પડ્યાં હતાં, એ અકાળે-એકાએક તોડી શકાય એવાં નહોતાં. એથી નેઢ અને વિમલની વય જેમ વધતી ચાલી, એમ એમની સંયમી બનવાની ભાવનામાં પણ ભરતીના ઘૂઘવાટ વધુ વેગીલા બનતા ચાલ્યા.
વીરમતિ અને નેઢ-વિમલ મંત્રી વીરની આવી ભાવના-સૃષ્ટિથી પરિચિત જ હતા. એમને ખ્યાલ જ હતો કે, એવો એક દિવસ જરૂ૨ આવવાનો જ છે, જે દિવસે કાંચળી તજી દઈને ચાલ્યા જતા સાપની જેમ, મંત્રી વીર આ સંસારને તજી દઈને સાધુ બની રહ્યા હશે ! આવા ઘડી-પળના આગમન માટે એઓ નિઃશંકિત હતા, પણ એક દિવસે જ્યારે મંત્રી વીરે સૌને ભેગા કરીને પોતાના નિર્ણયની જાણ કરી, ત્યારે સૌને લાગ્યું કે, પોતે કલ્પી રાખેલાં ઘડી-પળ જરા વધુ પડતાં વહેલાં આવ્યાં ! એથી પત્ની વીરમતિએ કહ્યું :
“આર્યપુત્ર ! હું આપના દીક્ષા-પથમાં અવરોધ ઊભો કરવા નથી માંગતી ! પણ મારું કહેવું એટલું જ છે કે, આ નેઢ અને વિમલ હજી એટલા ઉંમરલાયક ન ગણાય કે, જેના આધાર પર આપ આ પગલું ઉઠાવવા કટિબદ્ધ અને કૃતનિશ્ચયી બન્યા છો !”
મંત્રી વીરે જવાબ વાળતાં કહ્યું : મને તો લાગે છે કે, 'સસારનો ત્યાગ કરવામાં હું ઘણો મોડો પડ્યો છું. નેઢ અને વિમલ કંઈ હવે નાના ન ગણાય. આ નૈઢને અઢાર થયાં અને વિમલને પંદરમું પૂરું થશે. વિમલના જન્મ પૂર્વે તમને જે શુભ સ્વપ્નો આવ્યાં હતાં, એના આધારે હું છાતી ઠોકીને કહી શકું છું કે, આની ભાગ્યરેખા ભારે બળવાન છે. આપણું જ નહિ, આપણા પૂર્વજ શ્રી નીના શ્રેષ્ઠીથી માંડીને આજ સુધી થઈ ગયેલા બધા વડીલોનું નામ આ ઉજાળશે, માટે આબુ તીર્થોદ્ધારક
૫૬
Page #69
--------------------------------------------------------------------------
________________
હવે તમે આ બેના ઘડતર પાછળ વધુ ને વધુ સજાગ રહેશો, તો શ્રી જૈનશાસનનો જયજયકાર થઈ જાય, એવી પરિસ્થિતિનું સર્જન કરવામાં આ બે ભાઈઓ જરૂર સફળ થશે. રાજવી દુર્લભરાજને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન અને સંસારને ડંકાની ચોટ ઉપર અસાર સિદ્ધ કરી આપતા જૈનાચાર્યોનો જોઈએ, એવો સુયોગ નથી સાંપડ્યો, તોય તેઓ સંન્યાસી જેવું જીવન જીવવાની ક્યારનીય ભાવના ભાવી રહ્યા છે,
જ્યારે મને તો આ બધું વારસામાં મળ્યું છે, એથી હું હવે જેટલો મોડો પડું, એટલો મેં આ વારસો વેડક્યો ગણાય ! નેઢ અને વિમલ કદાચ નાના હોય, તોય સિંહનાં સંતાન છે, માટે તમે નિશ્ચિત બની જઈને, મારા માર્ગની સફળતા ઇચ્છો, એવી મારી માંગણી છે.
વિરમતિને થયું કે, પતિદેવ હવે પળનોય વિલંબ સહી શકે એમ નથી, એથી એમણે નતમસ્તકે મંત્રીશ્વર વીરના મનોરથને પ્રશંસાનાં પુષ્પોથી વધાવીને આનંદ અનુભવ્યો. ત્યાર પછી મંત્રીએ પુત્રોને અનુલક્ષીને કહ્યું બેટા નેઢ ! બેટા વિમલ ! તમે સુજ્ઞ છો, એથી તમને કહેવા જેવું કંઈ લાગતું નથી. છતાં કાળજે એટલું કંડારી રાખજો કે, રાજકાજ એ કંઈ આપણા આ માનવ જીવનનું ખરું ધ્યેય નથી. તમારા ભાગ્યલેખ એવા છે કે, મંત્રીપદ તમને સામેથી મળશે. છતાં એને ધ્યેય ન બનાવી દેતા. ધર્મ-પ્રભાવના કરવા માટેના એક સાધન તરીકે આ સત્તાનો જેટલો સદુપયોગ કરશો, તેટલી જ એ સત્તા લેખે લાગશે. આપણા પૂર્વજોએ આ પદનો જેટલો થાય એટલો સદુપયોગ કર્યો, એથી જ ગુજરાત એમને હજી પણ ભૂલી શક્યું નથી. આ સત્તા એક એવું લપસણું અને ભાન ભુલાવનારું પગથિયું છે કે, જો સાવધ ન રહેવાય, તો આ પગથિયે ઊભનારો પટકાયા વિના ન રહે, જે સાવધ હોય, એ જ જાત ને જગતને ઊંચે ચડાવવા માટે આ પગથિયાને માધ્યમ બનાવીને એનો સદુપયોગ કરી શકે. | નેઢ અને વિમલે આ હિતવાણીનું અમૃતની જેમ આચમન કર્યું અને પિતાજીને એ રીતે વિશ્વસ્ત કર્યા છે, જેથી એમના આનંદનો
મંત્રીશ્વર વિમલ
છે ૫૭
Page #70
--------------------------------------------------------------------------
________________
પાર ન રહ્યો. મંત્રી વીરના મનોરથની વાત પાટણમાં ફેલાતાં સૌના દિલમાં આનંદ અને આઘાતની મિશ્ર લાગણીઓ પડઘો પાડી રહી.. મંત્રીનો સંસારત્યાગ આનંદનો વિષય હતો, જ્યારે મંત્રીની વિદાય આઘાતજનક હતી. દુર્લભરાજ ઇચ્છતા હતા કે, ભીમદેવને સફળ રાજવી બનાવવા મંત્રી વીરની સેવા મળે તો સારું ! પણ એમની આ ઇચ્છા એવી નહોતી કે, જેથી મંત્રીનો કલ્યાણ-માર્ગ રૂંધાય ! એથી એમણે કહ્યું : મંત્રીવર ! તમે જે માર્ગે જવા માંગો છો, એના જેવો જ માર્ગ લેવાના અમારાય મનોરથ છે. એથી તમારા રસ્તામાં રૂકાવટ કરવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. તમે આ ગુર્જર રાષ્ટ્રને અનેક રીતે સમૃદ્ધ કરવામાં જે ફાળો આપ્યો છે, એનું ફળ વર્તમાનકાલીન ગુર્જર રાષ્ટ્ર છે. એથી અમે આશા એટલી જ રાખીએ છીએ કે, તમારા પુત્રો નેઢ અને વિમલની સેવા પણ આ રાષ્ટ્રને મળતી રહે !
મંત્રી વીરે ટૂંકમાં જવાબ વાળતાં કહ્યું ઃ મહારાજ ! આપની આશા અસ્થાને નથી. નેઢ અને વિમલ હજી ઉંમરલાયક ન ગણાય. પણ આજ પછી આવતી કાલે ગુર્જર રાષ્ટ્રના દૂધમાં સાકરની જેમ ભળી જવાનું એમનું ભાગ્યનિર્માણ હશે, તો એ નિર્માણને કોણ મિથ્યા કરી શકશે ? આપે આશ્રય આપવાની કૃપા કરી, એથી જ થોડીઘણી પણ ધર્મ-સેવા અને રાજ્ય-સેવા કરવામાં મારા જેવો માણસ નિમિત્ત બની શક્યો. આ બદલ આપનો ઉપકાર અવિસ્મરણીય રહે એવો છે.
દુર્લભરાજ અને મંત્રી છૂટા પડ્યા. મંત્રીના દીક્ષા-મહોત્સવની ખુશાલીની લાલી આખા પાટણને સુરંગી બનાવી રહી. હર્ષના ઊડતા એ અબીલ-ગુલાલના ગુલાબી વાતાવરણ વચ્ચે, મુહૂર્તનાં એ ઘડી પળ આવતા જ મંત્રી વીર દીક્ષિત બનીને મુનિ વીર બની ગયા.
નેઢ, વિમલ અને એની માતા વીરમતિ પોતાના શિરછત્રને ભગવાનના પંથે વળાવીને ઘરે પાછાં ફર્યાં, આટલી વાર સુધી આ સૌએ ખાળી રાખેલો આંસુનો એ બંધ, એકાંત મળતાં જ પાંપણની આબુ તીર્થોદ્ધારક
૫૮
Page #71
--------------------------------------------------------------------------
________________
પાળથી ઉપરવટ થઈને વહી ચાલ્યો. થોડી વાર થઈ, સૌનાં હૈયા ફોરાં થઈ ગયાં અને એ દીક્ષા-ધર્મની સૌ અનુમોદના કરી રહ્યા.
ઇજ્જત ઈમાનના સૂર્ય-ચંદ્રને ઈષ-અસૂયાનો રાહુ જો પ્રસતો રહેતો ન હોત, તો આ દુનિયાનો ઇતિહાસ જ કોઈ ઓર હોત ! પણ યુગોના યુગથી પ્રતિષ્ઠા-આબરૂના સૂર્યને ઈર્ષાના રાહુ-ગ્રહણની પક્કડમાં આવવું જ પડતું હોય છે. એ રાહુ પ્રકાશના કોઈ પુંજને હાંકી શકવામાં તો સફળ બની શકતો જ નથી, પણ ઢાંકી શકવામાં થોડી વાર માટે અવશ્ય સફળ નીવડે છે અને એથી પ્રકાશ જેવું જીવન જીવનારને માટે ક્યારેક થોડી વાર પડદા પાછળ છુપાઈ જવું પડતું હોય છે.
વિશ્વની બધી ધરતી પર આવાં ગ્રહણ જ્યારે થતાં જ રહેતાં હોય, ત્યારે ગુર્જર રાષ્ટ્રની તો એમાંથી બાદબાકી ક્યાંથી કરી શકાય ? વનરાજ ચાવડાથી પ્રારંભીને, ભીમદેવ-ચૌલુક્ય સુધીના જે રાજાઓ પાટણના પ્રભાવશાળી રાજ્ય પર પ્રતિષ્ઠિત થતા રહ્યા, એ સમગ્ર સમયમાં જૈન મંત્રીઓનું ચલણ-વલણ ખૂબ જ મોટા પ્રમાણમાં રહ્યું, એથી જૈન ધર્મના પ્રભાવની વૃદ્ધિના કારણ તરીકે વિરોધી વર્ગ જૈન મંત્રીઓને કલ્પી લે, તો એને કોણ રોકી શકે ? એમાં વળી વનરાજને વરેલા વૈભવમાં તો શ્રી શીલગુણસૂરિજીનો ફાળો પ્રત્યક્ષ હતો ! ત્યાર પછી થયેલા રાજવીઓ અજૈન હોવા છતાં જૈનશાસનના ધર્માચાર્યોથી પૂરા પ્રભાવિત હતા. ચામુંડરાજના પુત્રો વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ તો બાલ્યવયમાં શ્રી જિનેશ્વરસૂરિજી પાસે ઠીક ઠીક સમય સુધી રહીને ધર્મ-સંસ્કારિત બન્યા હતા. આ અને આવાં અનેક કારણોસર ગુર્જર રાષ્ટ્રમાં દિવસે દિવસે જૈનશાસનનો જયજયકાર વધુ ને વધુ ગુંજતો રહે, એ તો સ્વાભાવિક જ હતું ! એમાં વળી મંત્રી વિરે ભર્યો-ભાદર્યો વૈભવ અને જેને જોઈને ઈર્ષા જાગે, એવી રાજકૃપા : આ બેને ઠુકરાવી દઈને જૈન દીક્ષા સ્વીકારી, એથી તો
મંત્રીશ્વર વિમલ (
૫૯
Page #72
--------------------------------------------------------------------------
________________
જૈનશાસનના જયજયકારનો એ ધ્વનિ ગગનના ગુંબજમાં પણ પડઘા પાડવા માંડ્યો હતો.
જિનશાસનનો આવો જયકાર જોઈને જેના પેટમાં તપેલું-તેલ રેડાય, એવા પણ થોડાઘણા મંત્રીઓનું અસ્તિત્વ વનરાજ ચાવડાના સમયથી જ પાટણમાં રહેતું હતું. પરંતુ આ જયકારને જેર કરવાના એ મંત્રીઓના તમામ પ્રયાસો સૂર્ય સામે ધૂળ ફેંકવા જેવી પાગલ પ્રવૃત્તિથીય વધુ નિષ્ફળતા પામતા રહેતા હતા. પાટણના સિંહાસન પર ભીમદેવનો રાજ્યાભિષેક થયો, ત્યારેય આવા ઈર્ષાળુ મંત્રીઓ હતા અને એમાં દામોદર મહેતા આગળ પડતા હતા. અને એમનું હૈયું વિષના ઘડા જેવું હોવા છતાં માં અમૃતની પરબ જેવું હતું. એથી કોઈને એમની ઈર્ષાળુતાનો જલદી ખ્યાલ ન આવતો, છતાં જૈનત્વના પ્રભાવને દાબી દેવાની એક પણ તકને એઓ જતી ન કરતા. એમાં એમને સફળતા નહોતી મળતી, છતાં હાર્યા જુગારની જેમ બમણા દાવ રમવાની તૈયારીમાં મનોમન એઓ વધુ ને વધુ બળ્યા જ કરતા હતા.
ભીમદેવના રાજ્ય-દરબારમાં ત્યારે મંત્રી વરનું સ્થાન નહોતું, કારણ કે એઓ તો દીક્ષિત બની ચૂક્યા હતા અને નેઢ તેમજ વિમલ હજી મંત્રી મુદ્રાને યોગ્ય ઉંમરવાળા થયા નહોતા, એથી દામોદર મહેતા મનોમન મલકાયા કરતા હતા કે, હવે તો જૈન મંત્રીઓનો યુગ આથમી ગયો જ સમજો ! આ રીતે મનમાં મલકાટ અનુભવતા દામોદર મહેતા નેઢ અને વિમલનો પ્રભાવ વધવા ન પામે અને ભીમદેવ તથા પ્રજા આ બે ભાઈઓથી પ્રભાવિત ન બનવા પામે, એ માટે પળ પળના પ્રહરી બનીને ચોકી કરતા રહેતા. શરૂઆતમાં તો એમને એવો વિશ્વાસ બેસવા માંડ્યો કે આ ચોકી સફળ બની રહી છે અને મંત્રીપુત્ર તરીકેય નેઢ અને વિમલને પ્રજા ભૂલી રહી છે ! પણ થોડા વખતમાં જ એમનો આ ભ્રમ ભાંગવા માંડ્યો, એઓ આ ભ્રમને ભાંગતો રોકવા માટે જેમ જેમ હવામાં હવાતિયાં ભરવા જેવા પ્રયાસો કરી રહ્યા હતા, એમ એમ
૬૦ - આબુ તીર્થોદ્ધારક
Page #73
--------------------------------------------------------------------------
________________
નેઢ-વિમલની જુગલ જોડી પાટણની પ્રજામાં વધુ ને વધુ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. | નેઢ અને વિમલ આ બે ભાઈઓમાં નેઢનું વ્યક્તિત્વ અનેક ગુણોથી સુશોભિત હતું, એ રૂપરંગે પૂરો હતો. એની બોલચાલમાં જાદુ હતો. પરંતુ વિમલને વરેલું વિશિષ્ટત્વ તો વિરલની કોટિમાં મૂકવું પડે, એવું હતું. એ બોલતો અને જાણે ફૂલડાં ખરતાં ! એ ચાલતો અને પાયલના ઝંકાર રેલાતા ! એ ઊભો રહેતો અને જાણે ચોમેર તેજતેજના ફુવારા ઊછળવા માંડતા ! બંને ભાઈઓની ધર્મનિષ્ઠા પણ પ્રતિષ્ઠા પામવાને યોગ્ય જ હતી ! એ બે પ્રભુ-પૂજા કરવા કાજે જ્યારે પૂજનની સામગ્રીથી સજ્જ થાળ હાથમાં લઈને પસાર થતા, ત્યારે લાગતું કે, જાણે કોઈ બે દેવકુમારો જ જઈ રહ્યા છે ! તદુપરાંત માતા વીરમતિએ એમના ઘડતર માટે પોતાનું સમગ્ર લક્ષ કેન્દ્રિત કર્યું હોવાથી વિનય-વિનમ્રતા, ગાંભીર્ય-વૈર્ય, દયા-દાક્ષિણ્ય, સરળતા-સૌજન્ય આ અને આવા કેઈ ગુણોની જોડલી એમના જીવનમાં એવો વિકાસ સાધી રહી હતી કે, એમની પર એક વાર કટ્ટર શત્રુ ને પણ પ્રેમનો અમૃતકળશ ઢોળી દેવાની ઈચ્છા થઈ જ જાય.
વિમલ જ્યારે ગર્ભસ્થ હતો, ત્યારે માતા વિરમતિએ પોતાના મનમાં શુભ ભાવોની જે ભરતીની અનુભૂતિ કરી હતી તેમજ પોતાના દિલમાં ગર્ભસ્થ શિશુના શુભ ભાવિના સંકેત બની જતા જે દોહલા જાગ્યા હતા, એ બધું એને અત્યારે અવારનવાર યાદ આવતું અને પછી એ જ્યારે વિમલને સ્થિર નજરે કોક વાર નિહાળતી, ત્યારે એનું અંતર ભાવિની અનેક શુભ કલ્પનાઓના આગમન-અવતરણથી ઊભરાઈ ઊઠતું.
રાજકારણમાં ખેલાતા દાવપેચથી અને રમાતી કપટની બાજીથી શાણી વિરમતિ પૂરી પરિચિત હતી. એથી પોતાના આ પુત્રો દ્વારા એવું કોઈ નિમિત્ત કોઈને મળી ન જાય કે એવું કોઈ છિદ્ર કોઈ ધોળે દહાડે દીવો લઈને ગોતવા નીકળે, તોય શોધી ન શકે, એવું ઘડતર કરવાના મંત્રીશ્વર વિમલ 39 ૬૧
Page #74
--------------------------------------------------------------------------
________________
ચણતર રૂપે એ પોતાના પુત્રોને અવારનવાર રાજ્યમાં ખેલાતી રહેતી ખૂનરેજી અને છળકપટની બાજીની વાતો સંભળાવ્યા કરતી, આ વાતની પુષ્ટિ માટે વનરાજ ચાવડાથી અત્યાર સુધીનો ઇતિહાસ તો ખૂબ ખૂબ વિસ્તારથી કહી સંભળાવીને, શ્રેષ્ઠી નીનાથી અત્યાર સુધીના પોતાના પૂર્વજોના મંત્રી-જીવનની રોમાંચક ઘટનાઓ એ ખૂબ જ રસભેર રજૂ કરતી.
આમ, વીરમતિ પોતાના પતિદેવની ભાવિ વાણીને સાચી પાડવા નેઢ અને વિમળને બરાબર કેળવી રહી હતી, ત્યારે દામોદર મહેતા આ બે ભાઈઓની વધતી કીર્તિથી ચિંતિત બનીને, એવી કોઈ યોજના વિચારી રહ્યા હતા કે, જેથી મંત્રીપુત્ર નેઢ અને વિમલને પોતાની મેળે જ પાટણનો પરિત્યાગ કરી જવા વિવશ બનવું પડે ! શું ઈર્ષાનું આ ગ્રહણ મા-દીકરાને નડશે ખરું? શું ઈર્ષાના એ ઈંધણને ભક્ષ્યની પ્રાપ્તિ થશે ખરી ?
૬૨ ૬
આબુ તીર્થોદ્ધારક
Page #75
--------------------------------------------------------------------------
________________
વસમી વેળાનાં વળામણાં
| મીOિLOR
સુખનાં સુગંધી સુખડ જલી રહ્યાં હતાં. પ્રસન્નતાનો પવન મંદમંદ ગતિએ વહી રહ્યો હતો અને આકાશ સાવ જ નિરભ્ર જણાતું હતું. મા વીરમતિ અને એના દીકરાઓ નેઢ તેમજ વિમલ : આ પરિવારની સંસારનૈયા જાણે કોઈ સરોવરની સહેલગાહે ઊપડી હોય, એવી રીતે આગળ વધી રહી હતી. વીરમતિ જે રીતે દીકરાઓના ઘડતર માટે દિનરાત સચિંત અને સક્રિય હતી તેમજ નેઢ અને વિમલના અંતરના આરસ જે રીતે એ ઘડતર પછીના ઘાટ ઘડી રહ્યાં હતાં, એ જોતાં એમ લાગ્યા વિના ન રહેતું કે, આ બે ભાઈઓને
Page #76
--------------------------------------------------------------------------
________________
થોડા જ દિવસોમાં રાજ તરફથી સત્તાના સ્વીકાર કાજે તેડું આવવું જ જોઈએ !
માતા વિરમતિ જેમ દીકરાઓના ઘડતર માટે સક્રિય હતી, એમ બીજી બાજુ રાજકીય વાતાવરણના રંગ-ઢંગથી પરિચિત રહેવા માટે પણ એ એટલી જ સજાગ હતી. દામોદર મહેતાના સ્વભાવ-પ્રભાવનો સામાન્ય રીતે એને ખ્યાલ તો હતો જ. પણ છેલ્લા કેટલાક દિવસોથી જે વાતો એના કાને અથડાતી રહેતી હતી, એથી એ જરા ચોંકી ઊઠી હતી અને એને ઊંડી તપાસ પછી એ વાતનો જ્યારે પાકા પાયે ખ્યાલ આવી ગયો કે, મહેતા ગમે તે ભોગે નેઢ અને વિમલની આબરૂ ખતમ કરી દેવા માંગે છે, ત્યારે એનું વિચાર-ચક્ર એકદમ પલટો ખાઈ ગયું. એ વિચારી રહી કે, કોઈ કાઢે અને જે જાય એ સ્વમાની નહિ! સાચો સ્વમાની તો પોતાની આબરૂને અણદાગ રાખવા ગૌરવભેર બીજે ચાલ્યો જાય, ભલે પછી બીજે મહેલના બદલે ઝૂંપડીમાં રહેવા જેવી પરિસ્થિતિ સર્જાય !
દામોદર મહેતા દૂધમાંથી પોરા કાઢવાની જે પ્રવૃત્તિ કરી રહ્યા હતા, એની જાણ થતાં વીરમતિને એક વાર તો જરા આઘાત લાગ્યો, પણ એ આઘાતની અસરમાંથી તરત જ મુક્ત થઈ જઈને એ વિચારી રહી : આનું જ નામ સંસાર ! અને આનું જ નામ રાજકારણ ! કર્મના ઉદય ક્યારે પોતાના વરવા વિપાક બતાવવા સજ્જ થાય, એ કહી ન શકાય અને ત્યારે માણસ કઈ રીતે રેકમાંથી રાજા અથવા તો રાજામાંથી રંક બની જાય, એની જ્યાં કશી જ આગાહી ન કરી શકાય, એવા વિચિત્ર સ્થાન તરીકે સંસારને એ સારી રીતે પિછાણી ચૂકી હતી. એથી સ્વસ્થ બનીને એ વિચારી રહી હતી કે, કોઈ આપણને અહીંથી ધક્કો મારીને કાઢે, એના કરતાં આપણે અહીંથી સ્વમાનભેર ચાલ્યા જઈએ, એમાં જ આપણી ધન્યતા છે. પિયરનું પીઠબળ નજીકમાં જ છે, એથી ઝાઝું સાહસ ખેડ્યા વિના આવી ધન્યતાનું જતન થઈ શકે એમ છે.
એક શાણી નારીની પ્રૌઢતાને છાજે એવો નિર્ણય મનોમન લઈ લીધા પછી વીરગતિને થયું કે, આ બાબતમાં કોઈ આપ્તજનની
૬૪ % આબુ તીર્થોદ્ધારક
Page #77
--------------------------------------------------------------------------
________________
સલાહ તો લેવી જ જોઈએ. એની નજર સામે પાટણના શ્રીદત્ત શ્રેષ્ઠી તરવરી ઊઠ્યા. પોતાના કુટુંબ સાથે શ્રીદત્તને પહેલેથી જ ઘર જેવો સંબંધ હતો. એથી એમની આગળ હૈયું ખોલીને વાત કરવામાં કોઈ જાતનો ડર રાખવા જેવું નહોતું. એમની પુત્રી શ્રીદેવી તો વીરમતિ સાથે સગી મા જેવો સંબંધ રાખતી હતી. એથી વીરમતિ વિના વિલંબે શ્રીદત્ત શેઠને ત્યાં પહોંચી ગઈ, ઘણા સમયે જવાનું થયું હતું, એથી શ્રીદેવીએ સહર્ષ આવકાર આપ્યો. પછી એકાંત મેળવીને વિરમતિએ શ્રીદત્ત શેઠ આગળ બધી વાત રજૂ કરીને સલાહ માંગી. શેઠે પણ કહ્યું કે, નેઢ અને વિમલ જોકે દામોદર મહેતાને પહોંચી વળે એવા છે, પણ અત્યારથી જ આ રીતે વિરોધ બાંધવામાં આવે, તો ભાવિ ધૂંધળું બનવાની શક્યતા ગણાય. માટે તમારો પિયરમાં જવાનો નિર્ણય યોગ્ય જ છે. આ રીતે થોડો કાળક્ષેપ થશે, તો ભાવિ વધુ ભવ્ય બનશે !
વિદાય થતી વીરમતિને શેઠે જરૂર પડે તો નિઃસંકોચ યાદ કરવા ભારપૂર્વક જણાવ્યું, વિરમતિએ હવે ધીમે ધીમે “પાટણના પરિત્યાગ ની ભૂમિકા બાંધવા નેઢ અને વિમલ સમક્ષ એ રીતની વાતો કરવા માંડી. અને એક દિવસ તેઓ સૌ સ્વમાનભેર પાટણનો ત્યાગ કરીને અન્યત્ર ચાલ્યા ગયા. આ ગમનને પાટણે કોઈ ગંભીરતાથી ન નિહાળ્યું. દામોદર મહેતાને પણ એવો કોઈ ખ્યાલ ન આવ્યો કે, પોતાની પરોક્ષ પ્રવૃત્તિઓનું જ આ એક પ્રત્યક્ષ ફળ છે! પરંતુ એમને મન તો નેઢ અને વિમલનો પાટણ ત્યાગ જ મહત્ત્વની ચીજ હતી. એથી આ વાતના રહસ્ય પર પડદો રાખીને દામોદર મહેતા મનમાં ને મનમાં ખૂબ જ આનંદ અનુભવી રહ્યા હતા.
વીરમતિએ એવી ગંભીરતા અને ધીરતાપૂર્વક પાટણ છોડ્યું હતું કે, જેથી કોઈને કોઈ જાતની શંકા કરવાનું કે કલ્પનાના ઘોડા દોડાવવાનું કારણ જ ન મળે. એણે દીકરાઓને સુખ-દુ:ખમાં એવી રીતે જીવન જીવી જાણવાની ધર્મ-કળા શીખવાડી હતી કે, પાટણના સુખ-સામ્રાજ્યમાં જન્મીને મોટા થયેલા નેઢ અને વિમલ એક નાનકડાગામડાના સામાન્ય ઘરના વાતાવરણમાં એ જ પ્રસન્નતા સાથે જીવન મંત્રીશ્વર વિમલ ૬૫
Page #78
--------------------------------------------------------------------------
________________
જીવી રહ્યા. પાટણથી દસેક ગાઉ દૂર આવેલા ભટેવર નામના ગામડામાં વી૨મતિનું પિયર હતું. આમ, મા સાથે મોસાળમાં નેઢ અને વિમલના જીવનનું કમળ વિકાસ પામી રહ્યું.
વીરમતિના પિતા સાવ સામાન્ય સ્થિતિના હતા, એમનું નામ મેઘાશાહ હતું. ગામમાં નાનકડી હાટડી હતી. દીકરાઓ નાના હતા, એથી ઘરમાં રાખેલાં ઢોર-ઢાંખર ચરાવવા જતા. એઓ બીજાનાં ઢોર પણ લઈ જતા. એથીય થોડીક આવક હતી. આ કાર્યમાં નેઢ અને વિમલ પણ જોડાઈ ગયા. આ બે ભાઈઓના પુણ્યે મેઘાશાહની કમાણી ધીરે ધીરે વધી રહી. પુણ્યશાળીનાં પગલાં જ્યાં પડે, ત્યાં ધન ધાન્યના ઢગલા થાય, આ વાતની પ્રતીતિ કરાવતા રહેતા નેઢ અને વિમલના દિવસો આનંદ-મંગલમાં વીતવા લાગ્યા. મામાના આ ભાણિયા ભટેવર ગામમાં સૌના પ્રિયપાત્ર બની રહ્યા. કારણ કે આ બે ભાઈઓને જે રૂપ-બળ-બુદ્ધિ-પુણ્ય વગેરે વર્યું હતું. એની તોલે ઊભું રહી શકે, એવું આખા ગામમાં કોઈ નહોતું.
દિવસોને વીતતાં ક્યાં વાર લાગે છે ? આજકાલ કરતાં બે અઢી વર્ષ વીતી ગયાં. હવે તો નેઢ અને વિમલ ફૂટડા યુવાન બની ચૂક્યા હતા. એમના બાહુમાં બળ ઊભરાઈ રહ્યું હતું, એમના મોં પર રૂપનો સાગર છલકાઈ રહ્યો હતો, અને એમના ભાગ્યને જાણે વિધાતા મલકાઈ મલકાઈને નિહાળી રહી હતી. પણ આ મલકાટ સૌને માટે અપ્રત્યક્ષ હતા. એથી સૌ કોઈ નેઢ અને વિમલના ભાવિ અંગે થોડા વિચારમગ્ન બને, એ સ્વાભાવિક હતું. છતાં માતા વીરમતિના મોં પર વિષાદનો કે ચિંતાનો કોઈ ભાવ જોવા ન મળતો. કારણ કે પુણ્ય-પાપ પર અતૂટ શ્રદ્ધા ધરાવતું એ હૈયું વિચારતું હતું કે, કોઈ માણસના ભાવિ માટે વિચારનારા આપણે વળી કોણ ? આપણે ગમે તેટલું વિચારીએ, પણ ધાર્યું જો કર્મનું જ થવાનું હોય, તો આવી ખોટી ચિંતાનો ભાર વેંઢારવાનો અર્થ પણ શો ગણાય ?
૬૬
આબુ તીર્થોદ્ધારક
Page #79
--------------------------------------------------------------------------
________________
એ કાળે આરાસણ-કુંભારિયા જેમ આરસની ખાણો માટે વિખ્યાત હતું, એમ ત્યાં જેમનાં બેસણાં હતાં, એ અંબિકાદેવીના ધામ તરીકેય એ ઠીક ઠીક પ્રસિદ્ધ હતું. એ નેમિનાથ પ્રભુના તીર્થ તરીકે તો એ ખૂબ જ સુપ્રસિદ્ધ હતું. ત્યારે ત્યાં અંબિકાદેવી હાજરાહજૂર એક શક્તિ તરીકે વિલસી રહ્યાં હતાં. શ્રી નેમિનાથ ભગવાનના શાસનની અધિષ્ઠાયિકા આ દેવી જેની પર રીઝતાં, એના ઘરે ધર્મ અને ધન એકબીજાની સ્પર્ધા કરવા પૂર્વક વૃદ્ધિ પામતાં રહેતાં. પ્રારબ્ધના દેવને રીઝવવામાં માનનારા સામાન્ય માણસો કોઈ આવી દૈવી-શક્તિની કૃપા મેળવવા દિનરાત એ શક્તિની પૂંઠે ફરતા રહેતા. પણ પુણ્ય સાપેક્ષ પુરુષાર્થમાં વિશ્વાસ મૂકનારા અસામાન્ય માણસો પર કૃપાનો શક્તિપાત કરવા આવી દૈવીશક્તિ સામેથી સજ્જ રહેતી અને આવી વ્યક્તિ પર કૃપા વરસાવીને પાત્ર-પ્રસાદી આપ્યાની પ્રસન્નતા અનુભવતી.
અંબિકાદેવીને એક વાર થયું કે, કોઈ એવી શક્તિ પર શક્તિપાત કરું કે, જેથી જૈનશાસનનો જયજયકાર થઈ જાય. એથી પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનના પ્રકાશમાં એમણે આવી કોઈ વ્યક્તિને ખોળી કાઢવાનો પ્રયાસ કરી જોયો, તો વિમલ પર એમની દૃષ્ટિ ઠરી. એમને થયું કે, જો વિમલ પર કૃપા વેરવામાં આવે, તો આ જગતમાં સ્વ-પર ઉપકારની એક એવી ધર્મગંગા વહી નીકળે કે, એ વહેણ વર્ષોનાં વર્ષો સુધી વહેતાં રહીને, કેટલાય માનવોની તૃષા ઠારવાનો ઉપકાર કરતા રહે !
અંબિકાદેવી જે વિમલ પર પ્રસન્નતાનો પ્રકાશ પાથરવા ઇચ્છતાં હતાં, એની ધાર્મિક-અણનમતા પર એમને પૂરો વિશ્વાસ હોવા છતાં એનું પારખું કરીને એઓ વધુ વિશ્વસ્ત થવા માંગતાં હતાં. એથી નવયૌવના કોઈ નારીનું રૂપ ધારણ કરીને એઓ ભટેવર ગામની એ સીમમાં અવતર્યા, જ્યાં વિમલ એકલો-અટૂલો આવીને બેઠો હતો. વિમલ આ રીતે ઘણી વાર પોતાના મામા ઢોર ચરાવવા આવતા, ત્યારે એમની સાથે આવતો અને બપોરે કોઈ વડલાના વિસામે આરામ કરતો. મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૭
Page #80
--------------------------------------------------------------------------
________________
એ દિવસે વિમલ હજી આરામ કરવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાં જ એના કાને નૂપુરના ઝંકાર, પાયલના સંગીત-નાદ અને કંકણના મધુર રવ સંભળાયા. એથી એ ચોકન્નો થઈને આજુબાજુ નજર ઘુમાવી રહ્યો, આજે પહેલી વાર જ બળબળતા બપોરે, આવા જંગલમાં એના કાનમાં આ જાતનો કર્ણપ્રિય ધ્વનિ પ્રવેશી રહ્યો હતો ! વળતી જ પળે વિમલની આંખે, રૂપરૂપના અંબાર સાથે સામેથી આવતી કોઈ નવયૌવના નારીને પકડી પાડી.
જંગલનું એકાંત હતું, પોતાના દેહની ડાળીએ માળો નાખીને સ્થિર થયેલી કાંતિની કોયલો દિનરાત ટહુકાર રેલાવી રહી હતી. એથી સદાચારમાં નિષ્ઠા ધરાવતો વિમલ ઊભો થઈને, આવા સંયમ-ઘાતક વાતાવરણથી દૂર જવા તૈયાર થયો. ત્યાં જ વિમલને સંબોધતી એક સ્વરાવલિ ગુંજી ઊઠી : વિમલ ! પરાક્રમથી વિક્રમ જેવા રાજવીના અવતાર તરીકે તારી કીર્તિ મેં સાંભળી છે અને મારા આગમનથી તું આમ ડરી જાય છે ! હું નેહથી નીતરતી એક નારી છું, શું મારામાં તને કોઈ રાક્ષસીનું રૌદ્ર રૂપ દેખાય છે કે, જેથી આમ પારોઠનાં પગલાં ભરી રહ્યો છે ?
વિમલ થંભી ગયો. પોતાના પરાક્રમ સામેના આ પડકારનો પ્રતિકાર કર્યા વિના તો એને ક્યાંથી ચેન વળે ? એણે પડકારની ભાષામાં કહ્યું : તમને કયા શબ્દોથી સંબોધન કરવું, એ મારા માટે મૂંઝવણનો વિષય છે. છતાં મારું સૌજન્ય અને મારો સદાચાર હું ન ચૂકી શકું ! એથી જ બહેન તરીકે તમને બિરદાવીને પૂછું છું કે, આવી મર્યાદાહીને વાત કરવા દ્વારા મારા પરાક્રમને પડકારનારા અબળા છતાં સબળા તમે કોણ છો, એ પહેલા મને જણાવશો, તો તમારા પ્રશ્નોના બધા જવાબો આપવાની મારી પૂરી તૈયારી છે ! તેજ-તેજના અંબારસમી એ નારીનું યૌવન વધુ અંગડાઈ લઈ રહ્યું. એની વાણીમાં મોહમૂલક મૃદુતા વધુ પ્રમાણમાં વિલસી રહી. એણે મર્યાદાની પાળના પાયામાં પ્રહાર કરતો જવાબ વાળ્યો : મર્યાદા અને ઔપચારિકતાના બે
૬૮ આબુ તીર્થોદ્ધારક
Page #81
--------------------------------------------------------------------------
________________
કિનારા વચ્ચે જે વહે, એને પ્રેમ કોણ કહે ? જયાં પ્રેમનું પૂર હોય, ત્યાં મર્યાદાય ન હોય અને ઔપચારિકતાય ન હોય ! આથી મેં અપનાવેલું સંબોધન જ તને તારા પ્રશ્નોનું સમાધાન આપી શકે એમ છે. છતાં એ “સંબોધન ઉપર વિચાર કરવાની ધીરજનો તારી પાસે અભાવ હોય, તો તું જાણી લે કે, હું એક ભોગી ભ્રમર છું અને તારી કાયાના કમળ પર અધિકાર જમાવીને પ્રેમની પરાગ પીવા હું અત્યંત આતુર છું.
વિમલે પોતાના કાનમાં આંગળી ખોસી દેતાં કહ્યું : મારે તમારી આ બધી વાતના શ્રવણનો બહિષ્કાર કરતા પૂર્વે એટલું જણાવવું છે કે, મેં તમને “બહેન'ના બિરૂદથી જે રીતે બિરદાવ્યાં, એ સંબોધન પર તમે તમારા મનને કેન્દ્રિત કર્યું હોત, તો વિકાર અને વાસનાની બદબૂ ઓકતાં આવાં વેણ તમે કાઢી જ ન શક્યા હોત. “સંબોધન” પર વિચાર કરવાની મને શાણી સલાહ આપનારું તમારું આ ડહાપણ એથી જ તમારા ચરણે સમર્પિત કરીને મારે એટલું કહેવું છે કે- “બહેન” તરીકેના મારા સંબોધન પછી પણ તમે મારી પાસે અજુગતી જે અપેક્ષા રાખી રહ્યાં છો, એમાં તમારું ડહાપણ ડોકાય છે ખરું?
હાર્યો જુગારીની અદાથી બમણા દાવ નાખવા મેદાને પડવાની અદા અજમાવી જોવા માંગતી એ નારીને થયું કે, કાળજાને વીંધતા કામ-કટાક્ષો સામે આ ભડવીર જો ટકી શકે, તો તો માનવું જ રહ્યું કે, આ ખરો ઇન્દ્રિય-વિજેતા છે ! એથી પળ પછી જ એણે એવા નાચ-ગાન શરૂ કર્યા છે, જેનાં દર્શને ભલભલાનું હૈયું હારી જાય ! એ માનતી હતી કે, મનનું માખણ કામ-સામગ્રીની અગ્નિજ્વાળા સમક્ષ ક્યાં સુધી અણઓગળ્યું રહી શકે? પણ એ વિકારક જળ વચ્ચેય કમળની જેમ વિમલ જ્યારે વિમળ જ રહ્યો, ત્યારે એ નારી એક વાત્સલ્યમયી માતાના રૂપમાં પલટાઈ જઈને આશીર્વાદ આપતાં બોલી રહી કે,
વિમલ ! મળ-વિમળ-ભર્યા જળ વચ્ચે તું ખરેખર કમળની જેમ વિમલ જ રહ્યો ! તારી આ સદાચાર-નિષ્ઠાથી ખુશખુશાલ થયેલી હું મંત્રીશ્વર વિમલ છે ૬૯
Page #82
--------------------------------------------------------------------------
________________
અંબિકા તારી પર ચારે હાથે પ્રસન્ન બની છું ! એથી તને કહું છું : માંગ, માંગ; જે જોઈએ એ માંગ !
| વિમુલના આશ્ચર્યનો અને આનંદનો પાર ન રહ્યો, એનું મસ્તક એ અંબિકા-માતાના ચરણમાં નમી પડ્યું. એ પૂર્વે જ અંબિકાદેવીએ પુનઃ કહ્યું :
“વિમલ ! તારા સત્ત્વ અને સદાચારની અડગતા પર આફરીન થઈ ગયેલી હું તને ત્રણ ત્રણ વરદાન આપું છું, તું અમોઘ બાણાવળી બનીશ, અશ્વના શુભાશુભ લક્ષણ જાણવાની કળા અને મોતીના દાણાનેય જ્યાં શરમાવું પડે, એવી અક્ષર કળાનો તું અજોડ સ્વામી બનીશ ! તેમજ જિનશાસનની અદ્વિતીય અને અનુપમ પ્રભાવનાનો તું સનાતન સર્જક બનીશ. આટલાં વરદાન તો હું મારી ઇચ્છાથી આપી રહી છું. બાકી તારી ઇચ્છા તું હવે પ્રગટ કરી શકે છે !
વિમલ આ સાંભળીને વિનમ્ર વાણીમાં બોલ્યો : માતા અંબિકા ! આપે આપવામાં ક્યાં જરાય કમીના રાખી છે કે, મારે માગવાનું કાંઈ બાકી રહે ? બસ, આપની અનરાધાર કૃપાનો હું આશક છું. આ કૃપાકવચ બનીને આજીવન મારી સુરક્ષા કરવા સમર્થ છે, એવી મારી અણનમ શ્રદ્ધા છે.
વિમલ આટલું બોલીને એક બાળક જે અદાથી માની ગોદમાં લપાઈ જાય, એ રીતની શરણાગતિના ભાવપૂર્વક અંબિકાદેવીના ચરણમાં નમી પડ્યો. થોડી વાર પછી વિમલે આંખ ખોલી, તો અંબિકાદેવી અદશ્ય બની ગયાં હતાં. આજે એનું રોમરોમ હર્ષથી પુલકિત બનીને નૃત્ય કરી રહ્યું હતું. એણે દેહ પર નજર કરી, તો પોતાના દેહ પર સુવર્ણના અનેક અલંકારો ઝગારા મારી રહ્યા હતા, જેની આગળ સૂર્ય-તેજ પણ ઝાંખું જણાતું હતું, દૈવી શક્તિ તરફથી મળેલી સુપ્રસન્નતા અને સંપત્તિને સુરક્ષિત બનાવીને વિમલ ઘરે આવ્યો. એણે ભાઈ નેઢ અને માતા વિરમતિને તરત જ એક ખૂણામાં લઈ જઈને કહ્યું કે, આજે અકાળે અણધાર્યા મારી પર મોતીના મેઘ
૭૦ આબુ તીર્થોદ્ધારક
Page #83
--------------------------------------------------------------------------
________________
વરસ્યા છે. મહેનત કે મજૂરી કર્યા વિના હું એવી કમાણી કરી આવ્યો છું કે, જે આજીવન ચાલે, તમે નહિ માનો, પણ આજે મા-અંબિકાદેવી મારી પર તૂક્યાં છે અને એમણે....
વિમલનો હર્ષાવેશ એટલો વેગવાળો બન્યો હતો કે, એ વાક્ય પૂરું કરી શક્યો નહિ ! પરંતુ એના કેડ પરથી છૂટેલી એક પોટલીએ એ વાક્ય પૂરું કર્યું અને માતા વિરમતિ તેમજ ભાઈ નેઢ વિસ્ફારિત આંખે એ અલંકારોને જોવા પ્રયાસ કરવા માંડ્યાં; પણ એના તેજથી આંખો અંજાઈ જતાં એમણે પૂછયું : વિમલ ! સૂર્યના આ તેજની ચોરી તું કઈ ચબરાકી અને ચાતુરીથી કરી આવ્યો, એ તો કહે?
વિમલ બોલ્યો : હું ચોર નહિ, શૂરો અને પૂરો શાહુકાર છું. પિતા વીર અને માતા વિરમતિનું આ સંતાન જે દહાડે ચોર બનશે, એ દિ’ પછી શાહુકારી ક્યાં જઈને આશરો લેશે ? વિમલનો હર્ષ હૈયામાં સમાતો નહોતો, છતાં ગંભીર બની જઈને એણે જયારે “અથથી ઈતિ' સુધીની ઘટના કહી સંભળાવી, ત્યારે માએ વિમલનાં ઓવારણાં લીધાં, એ વખતે પતિદેવની એ ભવિષ્યવાણીના પડઘા એના કાનમાં ગુંજવા માંડ્યા, અને એના મોંમાંથી શબ્દો સરી પડ્યા કે, હવે આપણા દુઃખના દિવસો ગયા અને વસમી વેળાનાં વળામણાં થયાં, એમ નક્કી માનજો ! દેવનું દર્શન અમોઘ હોય છે, એથી આજે આપણને આપણા શુભ ભાવિનો સંકેત આ રીતે માતા-અંબિકા આપી ગયાં. હવે...
માતા વિરમતિનું વક્તવ્ય હજી પૂર્ણ નહોતું થયું, ત્યાં તો બહારથી સાદ આવ્યો : બહેન ! બહાર આવો, પાટણથી આવેલા શ્રીદત્ત-શ્રેષ્ઠી તમને યાદ કરી રહ્યા છે.
વિરમતિએ પોતાના ભાઈને પૂછ્યું : શું પાટણથી શ્રીદત્ત શેઠ આવ્યા છે ? અને એ પાછા મને યાદ કરે છે?
મંત્રીશ્વર વિમલ
૨૦૭૧
Page #84
--------------------------------------------------------------------------
________________
છે
?
પુનરાગમનને પગલે... પગલે...
Oro
ઊગતા સૂર્યની અદાથી અણહિલ્લપુર પાટણની રાજ્ય ગાદી પર ભીમદેવનો પ્રતાપ વૃદ્ધિ પામી રહ્યો હતો. ગુર્જર રાષ્ટ્રનાં સત્તાસૂત્રો સંભાળ્યાને મહિનાઓ વીતી ગયા હતા અને દામોદર મહેતા જેવી વ્યક્તિઓનું થોડુંઘણું પણ ચલણ હતું, એથી પોતાના પિતાના રાજ્યકાળમાં જે વીરમંત્રીના નામની હાક વાગતી હતી, એમના પ્રતાપી પુત્રો નેઢ અને વિમલને ભીમદેવ જાણે સાવ ભૂલી બેઠા હતા. પોતાના પિતાજીએ આ બે મંત્રીપુત્રોને સેવાની તક આપીને, ગુર્જર રાષ્ટ્રને વધુ સમૃદ્ધ બનાવવાની આપેલી
Page #85
--------------------------------------------------------------------------
________________
હિતશિક્ષા ભીમદેવને જાણે યાદ પણ નહોતી. એથી દામોદર મહેતાને થતું હતું કે, પોતાના પાસા પોબાર પડ્યા છે અને ટાઢે પાણીએ ખસ ગઈ છે ! પરંતુ આ તો માત્ર એમની માન્યતા હતી.
માન્યતા અને હકીકત ઘણા ઓછા પ્રસંગોમાં એક હોય છે. લગભગ રાજકીય સૃષ્ટિમાં તો માન્યતા અને હકીકત વચ્ચે અનેક ગાઉનો ગાળો જ નહિ, પણ સાવ વિપરીત દિશા સંબંધી વિરાટ અંતર હોય છે. દામોદર મહેતાની માન્યતાને પણ આ જ સત્ય લાગુ પાડી શકાય એમ હતું. એથી એઓ નેઢ-વિમલનો કાંટો ઊખડી ગયાની માન્યતામાં રાચી રહ્યા હતા. ત્યારે ભાવિ એક હકીકતને સાકારતા આપવાની દિશામાં આગળ વધતું હતું અને એથી એ જાતના સંયોગોની શૃંખલાઓના અંકોડા અદશ્ય રીતે જોડાણ સાધી રહ્યા હતા.
ભીમદેવના રાજ્ય-દરબારમાં જે કેટલીક વ્યક્તિ શક્તિઓ અગ્રગણ્ય ગણાતી હતી, એમાં શ્રીદત્ત શ્રેષ્ઠીનાં નામ-કામ ઠીક ઠીક આગલી હરોળને શોભાવતાં હતાં, એક નગરશેઠ તરીકે જ નહિ, પરંતુ બીજી બીજી પણ અનેક રીતે એમનું પ્રદાન એવું વિશિષ્ટ હતું કે, એથી એમની નામના-કામનામાં ચાર ચાર ચાંદ ખીલી ઊઠે, તોય કોઈને આશ્ચર્ય થાય એમ ન હતું. એમની પાસે સંપત્તિ હતી, સાથે સાથે સુપાત્રમાં એનો સઉપયોગ કરવાની બુદ્ધિ પણ હતી, એમની પાસે અધિકાર હતો, સાથે સાથે એ અધિકારની રૂએ સજ્જનોને પૂજા અને દુર્જનોને સજા મળે, એવા જ કાર્યમાં અગ્રેસર થવાની નીતિમત્તા હતી, એથી એ અધિકાર એમના તરફ ધિક્કાર નહિ, સત્કારની ભાવના જગાવવામાં નિમિત્ત બનતો, તેથી જ રાજ્યસભા જયારે ભરાતી અને નગરશેઠની બેઠક પર જ્યારે એઓ બેસતા, ત્યારે એમ લાગતું કે, તાજ વિનાના રાજા તો આ જ છે.
નગરશેઠને એક દીકરી હતી. એનું નામ શ્રીદેવી હતું. યોગ્ય વય થતાં સંસ્કારી ઘર ને સદ્ગણી વર શોધવા શેઠની નજર આખા પાટણમાં ઘૂમી વળી. પણ શેઠની નજર કોઈ સ્થાને બરાબર ઠરી નહીં. મંત્રીશ્વર વિમલ છ ૭૩
Page #86
--------------------------------------------------------------------------
________________
એ કાળમાં વર-કન્યા વચ્ચે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ લેણાદેણીનો વિચાર પણ થતો. એથી શેઠે રાજજોશીને તેડાવીને કેટલીક કુંડલીઓ રજૂ કરવાપૂર્વક શ્રીદેવીના વિવાહ અંગે માર્ગદર્શન માંગ્યું. થોડીઘણી કુંડલીઓ જોયા બાદ પણ જોશીનું મન ન માન્યું, એથી એમને એકાએક કંઈક યાદ આવ્યું અને એમણે કહ્યું :
“શેઠ ! આ બધી કુંડલીઓ બાજુ પર મૂકો. મને બીજો જ એક વિચાર આવે છે. આ વિચારની યોગ્યાયોગ્યતાનો નિર્ણય તો આપે જ કરવાનો છે. મારો અધિકાર તો માત્ર વિચારને વ્યક્ત કરવા પૂરતો જ છે !'
શેઠે ઉત્સુકતા બતાવી, ત્યારે જોશીએ કહ્યું : વિમલનું નામ તો સાંભળ્યું જ હશે ? મંત્રી વીરનો પુત્ર વિમલ ! એની જન્મકુંડલી મેં બનાવી હતી, અત્યારે એ પૈસેટકે ભલે સમૃદ્ધ ન હોય, પણ એનું ભાવિ ભારે બળવાન છે અને એની કુંડલી સાથે શ્રીદેવીની કુંડલી સરખાવતાં ખૂબ જ સારી લેણાદેણી જોવા મળે છે. માટે આપ જો વિમલ ઉપર પસંદગી ઉતારો, તો મારી દષ્ટિએ સર્વોત્તમ કુંડલી એની છે.
શેઠ એકદમ હસી ઊઠ્યા : અરે ! જોશીરાજ ! આ તો કેડમાં છોકરું અને ગામમાં ગોતાગોત, જેવું થયું ! વિમલને તો હું સારી રીતે ઓળખું છું ! એના પિતા વીર મંત્રી સાથેનો સાધર્મિક તરીકેનોય સંબંધ આંખ સામે તરવરી આવે છે અને આજેય રોમાંચ ખડાં થઈ જાય છે. ખરેખર વિમલ બધી રીતે યોગ્ય છે. અને તમારા કહેવા મુજબ પાછી લેણાદેણી પણ સારી છે. આ તો દૂધમાં સાકર પડી ગણાય. તમારા મોંમાં સાકર ! બસ, વિમલ સાથે વિવાહની વાત કરવા આજે જ હું રવાના થાઉં છું. તમે મુહૂર્ત ગોતી રાખજો. મને ખાતરી છે કે, વીરમતિ મને નિરાશ નહિ કરે. વિમલની માતા વિરમતિ અને શ્રીદેવી વચ્ચે તો મા-દીકરી જેવો મીઠો સંબંધ છે.
૭૪ ૦ આબુ તીર્થોદ્ધારક
Page #87
--------------------------------------------------------------------------
________________
સન્માની-સત્કારીને શેઠે જોશીને વિદાય કર્યા અને એ જ દિવસે વહેલ જોડાવીને શ્રીદત્ત શેઠે વિમલના મોસાળ તરફ પ્રયાણ કર્યું. થોડા જ સમયમાં એઓ ભટેવર ગામમાં પહોંચી ગયા. મેઘાશાહનું મકાન શોધતાં એમને વાર ન લાગી. વહેલમાંથી નીચે ઊતરીને એમણે પૂછ્યું : વીરમતિ અને વિમલ અહીં જ છે ને ? આ પ્રશ્નનો પડઘો ઘરમાં ઘૂમી રહ્યો, એ જ વખતે વીરમતિ, નેઢ અને વિમલ એક સાથે ઓરડામાં એકઠાં મળ્યાં હતાં અને વિમલ પોતાની પર પ્રસન્ન થયેલા અંબિકામાતાની પ્રસાદી રૂપે પ્રાપ્ત થયેલા અલંકારો દર્શાવી રહ્યો હતો. વીરમતિના શબ્દોનો એ ગુંજારવ ‘વસમી વેળાનાં વળામણાં હવે થયાં જ સમજો !' હજી શમ્યો નહોતો, ત્યાં તો વીરમતિના કાને પોતાના ભાઈનો સાદ અથડાયો : બહેન ! બહાર આવો, પાટણથી આવેલા શ્રીદત્ત શ્રેષ્ઠી તમને યાદ કરે છે.
વીરમતિના આશ્ચર્યનો પાર ન રહ્યો, કેટલાય વિચારો એના મનના ગુંબજમાં ઘૂમવા માંડ્યા. એણે બહાર આવીને શેઠને આવકા૨ આપતાં કહ્યું : આજે અમ ગરીબની ઝૂંપડી આપના પગલે મહેલ બની ગઈ ! પધારો, પધારો, ધન્ય ભાગ્ય અમારાં કે, આપનાં અહીં પગલાં થયાં !
:
નગરશેઠે સહર્ષ જવાબ વાળતાં કહ્યું ઃ હું તમને ધન્ય બનાવવા નથી આવ્યો, પણ તમારી પાસેથી ધન્યતા પામવા હું અહીં આવ્યો છું. ધન્યતાની ભિક્ષા એક તમે જ આપી શકો એમ છો, પાટણમાં જે ન પામી શક્યો, એ પામવા આ ગામડામાં આવ્યો છું. મને સંતોષશો ને ?
વીરમતિને હજી કંઈ સમજણ નહોતી પડતી કે, શેઠ શું પામવા આવ્યા હશે ! એથી એણે પોતાના કપાળે હાથ મૂકતાં કહ્યું કે, શેઠ ! આપ જેવા સમજુ અને શાણા જ્યારે અમારી આ રીતે મશ્કરી કરી રહ્યા છે કે, હું અહીં ધન્યતાની ભિક્ષા પામવા આવ્યો છું ! ત્યારે એમ લાગે છે કે, આની પાછળ કોઈ રહસ્ય હોવું જોઈએ. કારણ કે મંત્રીશ્વર વિમલ
૭૫
Page #88
--------------------------------------------------------------------------
________________
સજ્જનોની વાત કદી એવી નથી હોતી કે, જેથી દરિદ્રના દિલને જખમ પહોંચે !
શેઠે સ્પષ્ટતા કરતાં કહ્યું : હું શ્રીદેવી માટે આ વિમલનું માગું કરવા આવ્યો છું. વિમલ માટેની આ માંગણી પૂરી કરવા તમે જ સમર્થ છો ! બોલો, હવે મારી વાત સાચી છે કે નહિ? પાટણ જે ભિક્ષાપાત્રને ભરી ન શક્યું, એ ભિક્ષાપાત્ર તમે જ ભરી શકો એમ છો, આ વાત ખોટી હોય, તો કાનની બૂટ પકડીને ભૂલનો એકરાર કરવા હું તૈયાર છું.
શેઠની રમૂજી આ રજૂઆતે સૌ ખડખડ હસી ઊઠ્યા. મેઘાશાહનું મકાન જાણે પ્રસન્નતાનો મંડપ બની ઊઠ્યું. પવિત્ર બનાવવા ગંગાનો પ્રવાહ સામે પગલે ચાલ્યો આવ્યો હોય અને ચાંલ્લો કરવા લક્ષ્મીદેવી સામેથી હસતા હૈયે પધાર્યા હોય, એના જેવી ધન્ય આ ઘડી હતી ! વિરમતિ અણસમજુ નહોતી કે, આવા અવસરે મોં ધોવા જવાનો પણ વિચાર-વિલંબ કરે ! એણે કહ્યું : શેઠ આપની માંગણી સ્વીકારતાં પૂર્વે મારે તો ક્યાં કંઈ વિચાર કરવા જેવું છે? જે કંઈ વિચાર કરવાનો છે, એ આપે જ કરવાનો છે. અમારી સ્થિતિ-પરિસ્થિતિથી આપ પરિચિત છો, સંપત્તિના સાગર વચ્ચે ઊછરેલી શ્રીદેવી ક્યાં ? અને સંપત્તિના ખાબોચિયાનું દર્શન પણ અત્યારે જેના માટે દુર્લભ છે, એવો મારો આ વિમલ ક્યાં? આ બધો વિચાર આપે કરવાનો છે, કાલે ઊઠીને લોકોને એવું બોલવાનો અવસર ન મળે કે..
શેઠે વીરગતિના વાક્યને અધૂરું રાખીને જવાબ આપ્યો કે, આ બધો વિચાર કરીને જ તો હું આવ્યો છું. સંપત્તિ-સંપત્તિ શું કરો છો ! વિમલ પાસે ભાગ્યની જે મૂડી છે, એ મૂડી મેળવવા તો અમારે ભવો કરવા પડશે. બોલો, વિમલનું નક્કી ને ? બોલ, વિમલ ! તારી શી ઈચ્છા છે?
શેઠે વિમલ તરફ પ્રશ્નસૂચક નજર કરી. વિમલે લજ્જાથી નયન નીચાં ઢાળી દીધાં. વીરમતિએ તરત જ ગોળધાણા વહેંચીને જાણે ભાગ્યના ભાનું પ્રકાશ વેરી શકે, એ માટે પૂર્વની બારીનું ઉદ્ઘાટન કર્યું.
૭૬ - આબુ તીર્થોદ્ધારક
Page #89
--------------------------------------------------------------------------
________________
મેઘાશાહનું ઘર હસી ઊડ્યું. ને જે ચૂલે થેંસ રંધાતી હતી, એ ચૂલે આજે શીરો-કંસાર અને માલમિષ્ટાન્ન તૈયાર થવા માંડ્યાં. ભટેવરગામમાં આ સમાચાર પહોંચતાં ઘરે ઘરે આનંદ છવાઈ ગયો, એમાં વળી સૌના ઘરે મીઠાઈના પડિયા પહોંચ્યા, ત્યારે તો એ આનંદને કોઈ આરો-ઓવારો ન રહ્યો. સમી સાંજે શ્રીદત્ત શેઠે પાટણ જવાની તૈયારી કરવા માંડી, ત્યારે ખાનગીમાં વીરમતિએ શેઠની સાથે થોડી વાતચીત કરવાની તક ઝડપી લીધી. એ વાતચીત દરમિયાન વિમલ જરાક દૂર ઊભો હતો, છતાં એ વાતચીતમાં બે ત્રણ વાર ઉચ્ચરાયેલું પોતાના વડીલબંધુ નેઢનું નામ સાંભળીને, આજના આનંદના વાતાવરણમાં પણ જરાક ચિંતા અનુભવતા વિમલે સંતોષ અનુભવ્યો. શેઠ વિદાય થયા, પણ એ પૂર્વે તો જાણે ઘરની આખી સિક્કલ જ પલટાવતા ગયા. મુહૂર્તના મંગલ દિવસની વધામણી આવે, ત્યાં સુધી તૈયારી કરીને જાન લઈ પાટણ પહોંચવાનું હતું. મેઘાશાહનું મન ઊંડે ઊંડે ચિંતા અનુભવી રહ્યું હતું કે, મોટા ઘરની કન્યા સાથે લગ્ન તો લીધાં છે, પણ ખરીને કઈ રીતે પહોંચી વળીશું? પરંતુ આ ચિંતાનો ઉકેલ બીજે જ દિવસે મળી ગયો.
રોજની જેમ મામા-ભાણેજ ખેતરે ગયા. થોડીઘણી જે જમીન હતી, એમાં આમ તો રોજ મામા હળ હલાવતા. પણ આજે વિમલે કહ્યું : મામા, હવે મને આ કામ કરવા દો ને, તમે તો રોજ કરો છો. અને વિમલે હળ હાથમાં લઈને જયાં ખેતર ખેડવા માંડ્યું ત્યાં જ હળ કોઈ નક્કર ચીજ સાથે અથડાતાં એક મોટો અવાજ થયો. મામાને થયું કે, ભાણિયાએ હળ તોડી નાંખ્યું લાગે છે? એઓ દોડીને આવ્યા અને ધીરેથી હળ ઊંચું કર્યું, તો એમના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો. એ હળ કોઈ પથ્થર સાથે નહિ. પણ સોનામહોરોથી ભરેલા એક ચાંદીના ચરુ સાથે અથડાયું હતું અને એથી જ એ ચરુ જમીનમાંથી ખોદાઈને બહાર આવ્યો હતો. ભાણેજના ભાગ્યનાં ઓવારણાં લેતા મામા તરત જ ઘેર આવ્યા. ચરુના ચળકાટ જોઈને, ઘરમાં વ્યાપેલા પ્રસન્નતાના પ્રકાશમાં ઓર ભરતી ચઢી આવી. ચરુના એ ચળકાટમાં મંત્રીશ્વર વિમલ ર૦ ૭૭
Page #90
--------------------------------------------------------------------------
________________
મામાના ઘરમાં છવાયેલ અંધકારને દૂર કરવાની તાકાત તરવરતી હતી. એથી ગઈકાલનો મેઘો બીજા જ દિવસથી મેઘાશાહના નામે સાન પામી રહ્યો.
થોડા વધુ દિવસ વીત્યા અને પાટણની બીજી એક વહેલ ભટેવર આવી. એમાં શેઠ લક્ષ્મીપતિ પોતાની પુત્રી ધનશ્રી માટે નેઢનું માગું કરવા આવ્યા હતા. મંત્રી વીરના પરિવાર સાથે પહેલેથી જ એમને સારી ઓળખાણ હતી, એમાં વળી નગરશેઠે પોતાની પુત્રી માટે વિમલની પસંદગી કરી, એથી નેઢ પર પસંદગી ઉતારવાની એમની ભાવનાને વેગ મળ્યો હતો. શ્રીદત્ત શેઠે જ્યારે આ વાત જાણી, ત્યારે એમણે લક્ષ્મીપતિ શેઠના એ મનોરથ વધાવી લઈને એમને વધુ પ્રોત્સાહિત બનાવ્યા અને શેઠ લક્ષ્મીપતિ બનતી ઝડપે ભટેવર જઈ પહોંચ્યા. - વીરમતિએ લક્ષ્મીપતિ શેઠને આવકાર આપ્યો, એમણે પોતાની પુત્રી ધનશ્રી માટે નેઢનું માગું કર્યું અને સૌની પ્રસન્નતા વચ્ચે એનો સ્વીકાર થયો. લક્ષ્મીપતિ શેઠ સાથે શ્રીદત્ત શેઠે લગ્નપ્રસંગનું મુહૂર્ત પાઠવ્યું હતું. ૧૫ દિ' પછી સારો દિવસ આવતો હતો. એથી ભટેવર અને પાટણમાં લગ્નપ્રસંગની જોરદાર તૈયારીઓ ચાલુ થઈ. એક તો અંબિકાદેવીની પ્રસન્નતા પ્રાપ્ત થઈ હતી, બીજું ક્ષેત્ર-દેવતાએ પ્રસન્ન થઈને ચરુની ભેટ આપી હતી. એથી ખૂબ જ ધામધૂમપૂર્વક લગ્ન પ્રસંગની ઉજવણી કરવાના મેઘાશાહના મનોરથ હતા, એકીસાથે નેઢ અને વિમલના લગ્ન-મહોત્સવનો નિર્ણય લેવાતાં એની તડામાર તૈયારીઓથી આખું ભટેવર ગામ ઉલ્લાસ-ઊર્મિઓની છોળો વચ્ચે જાણે નખશિખ સ્નાન કરી રહ્યું !
ભાગ્ય આડેની ભીંત ખસી જતાં, ભાગ્યના એ ભાનુને ફરી ઝગારા સાથે પ્રકાશી ઊઠતાં વાર લાગતી નથી, એ આનું નામ ! આવી આવી વાતોથી ભટેવર ગામનું ગગન ગાજી ઊઠ્યું. એ ગર્જનાના પડઘા છેક પાટણ સુધી લંબાયા અને ભૂલાયેલા બચપણની સ્મૃતિની જેમ
૭૮ આબુ તીર્થોદ્ધારક
Page #91
--------------------------------------------------------------------------
________________
સૌની આંખ આગળ વીરમતિ, નૈઢ અને વિમલની ત્રિપુટી પુનઃ ઊપસી આવી અને જાન લઈને આવનારા એમની પ્રતીક્ષા સૌ કરી રહ્યાં.
પાટણના સિંહાસને બેઠેલા ભીમદેવના કાને આ બધી વાતો અથડાય, એવો ઓછો સંભવ હતો. તેમ દામોદર મહેતાને આ વાતની ગંધ ન આવે, એ પણ સંભવિત નહોતું. મોટા ઠાઠમાઠ સાથે પરણવા આવવા ભટેવરથી નીકળી ચૂકેલા નેઢ અને વિમલની વાત એમણે સાંભળી, ત્યારે મનોમન એવું સમાધાન કરી લીધું કે, લોકોને તો વધારીને અને વધારીને વાત કરવામાં મજા આવતી હોય છે. બાકી સ્થિતિથી સાવ ઘસાઈ ગયેલા એમનાં લગ્નમાં આવી ધામધૂમ ક્યાંથી સંભવી પણ શકે ? પણ પૂર્વની જેમ દામોદર મહેતાની આ માન્યતા અને હકીકત વચ્ચે આ વખતે પણ એવું વિરાટ અંતર હોવાની ખાતરી જ્યારે પાટણમાં નેઢ અને વિમલના નામનાં ગાજતાં વાજાં સાંભળ્યાં, ત્યારે જ એમને થવા પામી !
પાટણની પ્રજાને વીર મંત્રીએ જે પ્રેમ આપ્યો હતો, એથી પ્રજાના માથે જે ઋણ ચડ્યું હતું, એમાંથી આંશિક મુક્તિ મેળવવા કાજે જાણે નેઢ અને વિમલના પાટણમાં થતા પુનરાગમનને અને પનોતા એ પુનરાગમનના પગલે ઊજવાનારા લગ્ન-પ્રસંગને પોતાનો જ પ્રસંગ સમજીને એમાં ઊલટભેર ભાગ લેવાની અંતઃપ્રેરણાથી પ્રજા થનગની ઊઠી. એ ઘડી-પળ પણ આવી પહોંચ્યાં, જ્યારે વરણાગી બનેલા નેઢ અને વિમલ પાટણમાં પ્રવેશ્યા, એમના દેહ પર છલકાઈ રહેલાં રૂપરંગ જોઈને સૌ કોઈ આવો વર મળવા બદલ ધનશ્રી અને શ્રીદેવીના ભાગ્યની ઈર્ષા કરી રહ્યાં. જે લોકોની આંખમાં ભવિષ્યને ભાળવાની થોડીઘણી પણ અગમ્યશક્તિ હતી, એઓ નેઢ અને વિમલના ભાલમાં પાટણનું ભાવિ મંત્રીપદ અંકાતું નિહાળી રહ્યા.
મહારાજ ભીમદેવ રાજ્યગાદીએ બિરાજ્યા, ત્યારે પાટણે જે ઉલ્લાસ-ઉજમાશ માણેલ, એથી પણ અધિક ઉલ્લાસના તરંગો પર સહેલગાહ માણી રહેલ પાટણની પ્રજાને જોઈને જો કોઈએ વધુ દુઃખ મંત્રીશ્વર વિમલ
૭૯
Page #92
--------------------------------------------------------------------------
________________
અનુભવ્યું હોય, તો મહેતા દામોદરે ! એમના અંતરના ઊંડાણમાં એક એવી આશંકાએ મૂળ ઘાલ્યું કે, કાલે ઊઠીને પાટણની આ પ્રજા પોતાના પ્રેમની પાલખી પર બેસાડીને આ બે ભાઈઓને મંત્રીપદના મહેલમાં પધરાવવા તૈયાર થાય, તો નવાઈ નહિ ! આવી આશંકાનાં મૂળ વધુ ને વધુ ઊંડાં ઊતરતાં રહે, એવી ઘટનાઓ એક પછી એક બનતી રહી, ને એમની આશંકાનાં મૂળ ઊંડાં ઊતરતાં ચાલ્યાં.
નેઢ અને વિમલનો લગ્નપ્રસંગ અનેરા ઠાઠમાઠ સાથે ઊજવાઈ ગયો હતો. ઉલ્લાસના માંડવા આમ જો જોવા જઈએ, તો શ્રીદત્ત શેઠ અને લક્ષ્મીપતિ શેઠના આંગણે જ નંખાયા હતા. પણ આ પ્રસંગ પોતાનો જ હોય, એવો આનંદ-ઉલ્લાસ ઘણી મોટી જનતાએ વ્યક્ત કર્યો હતો. વીર મંત્રીની દીક્ષા પછીના થોડા દિવસો બાદ બંધ થયેલી એમની હવેલીનાં દ્વાર હવે ખૂલ્યાં હતાં ને થોડા જ દિવસોમાં એક કાબેલ વેપારી તરીકેની પ્રખ્યાતિનાં પ્રેમપૂર ચોમેરથી આવી-આવીને નેઢ અને વિમલની આબરૂને વધુ ને વધુ સમૃદ્ધ બનાવી રહ્યાં હતાં. ભાગ્યનો દેવ પણ હવે એમની પર જાણે ચારે હાથે રીઝ્યો હતો. એથી એઓ જ્યાં હાથ નાખતા કે જે વેપાર શરૂ કરતા, એ એમના માટે અખૂટ સમૃદ્ધિના આગમનનો રસ્તો બની જતો હતો.
વીરમતિની આંખ આગળ હવે એ બધો જ ભૂતકાળ અને ભૂતકાલીન એ બધી જ વાતો તાજી થઈને એના રોમેરોમને રાજી બનાવી રહી. અંબિકાદેવીની કૃપા વરસી હતી, ભાગ્યનો ભંડાર ખુલ્લો થઈ જઈને ધનના ઢગલેઢગલા વરસાવી રહ્યો હતો. જનતાની લાગણીઓ ઘનઘોર આષાઢી વાદળાં બનીને વાત્સલ્યનાં જળ વહાવી રહી હતી. બુદ્ધિ અને બળના પ્રવાહો નેઢ અને વિમલની જીવન વાડીમાં ઠલવાઈને એને વધુ ને વધુ સમૃદ્ધિ આપી રહ્યા હતા. ધનશ્રી અને શ્રીદેવી એવા પનોતા પગલે આવ્યાં હતાં કે, એમના પગલે પગલે ઘરમાં સંપ અને સંપત્તિ, સદાચાર અને સરસ્વતી, ધીરતા અને વીરતા જેવાં અનેક દ્વન્દ્વો વૃદ્ધિ પામી રહ્યાં હતાં.
૮૦
આબુ તીર્થોદ્ધારક
Page #93
--------------------------------------------------------------------------
________________
માતા વિરમતિ વર્ષો પછી પાછી એક એવી સમૃદ્ધિ નિહાળવા બડભાગી બની હતી, જેવી એણે પોતાના પતિદેવના સમયમાં અનુભવી હતી. છતાં એની ધર્મભાવના દિવસે દિવસે વૃદ્ધિ પામી રહી હતી, એટલું જ નહિ, પોતાની આવી ભાવનાની પ્રભાવના ઘરમાં છૂટે હાથે કરવાની એક પણ તકને એ ગુમાવતી નહોતી, એથી ઘરમાં જૈનત્વની જાહોજલાલીનું દર્શન મોટા પ્રમાણમાં થતું હતું. આમ, પાટણમાં પડેલા પુનરાગમનના એ પગલે પગલે નેઢ અને વિમલનું જીવન સમૃદ્ધિનાં શિખરો ભણી ઝડપી ચઢાણ ચડી રહ્યું હતું, ત્યારે પણ દૂર દૂરનો એક ખૂણો આ ચઢાણને ભંગાણમાં પલટાવવા કાજેના મૂહો રચીને મનોવ્યથા અનુભવતો હતો. એ ખૂણો હતો, દામોદર મહેતાનું મન !
સમગ્ર પાટણ જ્યારે નેઢ અને વિમલની પ્રગતિને પ્રસન્ન નજરે નિહાળી રહ્યું હતું, ત્યારે મહેતાનું મન બળીને ખાખ થઈ રહ્યું હતું. પણ એમનેય અંધારામાં રાખીને ભાવિ એક એવો વળાંક લઈ રહ્યું હતું કે, જે વળાંકની વાટ નેઢ અને વિમલના પગ નીચે ગોઠવાઈ જઈને, એમને ક્રમશઃ મંત્રી અને દંડનાયકના પદની પ્રગતિનું શિખર હાંસલ કરાવીને જ જંપે !
મંત્રીશ્વર વિમલ
છ ૮૧
Page #94
--------------------------------------------------------------------------
________________
.
છે
જેવી વાણી એવું પાણી ! જેવું પાણી એવી વાણી !
રાજાઓની પ્રકૃતિને જે અનેક રસો વર્યા હોય છે, એમાં સંગ્રામના રસની લગભગ સર્વોપરિતા હોય છે. આ સંગ્રામ બે ચીજ માટે થતો હોય છે : કાં તો એ સંગ્રામની સુરંગને દારૂગોળો ચાંપનારું તત્ત્વ સ્વકીર્તિની ભૂખ હોય છે, કાં તો સામ્રાજ્યના વિસ્તારની લાલસા લાય બનીને એ સુરંગને ધણધણાવી મૂકતી હોય છે. અને આવા સંગ્રામો સારી રીતે ખેલીને વિજયી બની શકાય, એ માટે જાનને મુઠ્ઠીમાં લઈને ઝઝૂમવાની જવાંમર્દી ઉપરાંત શસ્ત્ર-કળાની નિપુણતા આવશ્યક ગણાતી હોવાથી, રાજાઓ સૈન્ય-દળને વધારવા
Page #95
--------------------------------------------------------------------------
________________
લખલૂટ ખર્ચ કરતા હોય છે અને એમાં ભરતી થવા સૈનિકો તૈયાર થતા રહે, એ માટે જાહેરમાં શસ્ત્ર-કળા-સ્પર્ધા જેવા કાર્યક્રમો પણ આયોજતા રહેતા હોય છે.
રાજા ભીમદેવ બિનહરીફ બાણાવળી હતા. એમની બાણકળા અને બળકળા ત્યારે કેટલાંય રાષ્ટ્રોમાં વિખ્યાત હતી. ગુર્જર રાષ્ટ્ર સામે માલવામંડલ જેવાં કેટલાંય સમૃદ્ધ રાષ્ટ્રો તલવાર તાણીને ખડા રહેવામાં જ સ્વકર્તવ્ય અદા કર્યાનો આનંદ અનુભવતાં રહેતાં હતાં, એથી ઉત્સાહ અને સાહસથી ભરપૂર સેનાનું સર્જન ને સંવર્ધન ભીમદેવ માટે પણ કર્તવ્ય બની જતું હતું. આ માટે એઓ અવારનવાર શસ્ત્ર-સ્પર્ધાઓ યોજતા, એમાં શૂરવીરોનો જે મેળો જામતો, એમાંથી સૈનિકોની ચૂંટણી કરીને ભીમદેવ પોતાના સૈન્યને સમૃદ્ધ બનાવતા રહેતા. | નેઢ ને વિમલ પાટણમાં માત્ર એક વણિક તરીકે જ વધુ વિખ્યાત હતા. સૌ કોઈ એમ માનતા કે, આ વણિક પાસે વફાદારીની, વ્યવસાય-કૌશલ્યની કે આંટીઘૂંટીમાં માર્ગ કાઢી શકવાની કળાની સબળતા હોવાની આશા હજી રાખી શકાય, પણ વીરતા કે તલવારને હાથમાં ઝાલવાની હિંમત અંગે તો આશા ક્યાંથી રાખી શકાય ?
નેઢ અને વિમલની પાસે સમૃદ્ધિની સરવાણી તો સામેથી આવ્યા જ કરતી હતી, એથી એઓ હવે પોતાનું પાણી બતાવી શકાય, એવી જ કોઈ તકની શોધમાં હતા. અને એમને એ વાતની પૂરી શ્રદ્ધા હતી કે, ભીમદેવ આજે નહિ તો કાલે કોઈ શસ્ત્રસ્પર્ધા યોજશે જ! આવી શ્રદ્ધાના છોડવે ધાર્યા કરતાં ફળ જલદી બેઠાં. થોડા જ દિવસો પછી શસ્ત્રસ્પર્ધાનાં સ્થળ-કાળ જાહેર થયાં. એ દિવસ પણ આવી ગયો. માતા વીરગતિની રજા લઈને નેઢ અને વિમલ “શસ્ત્રસ્પર્ધાના સ્થળે પહોંચી ગયા.
મહારાજા ભીમદેવ મુખ્ય સ્થાને બેઠા હતા. ચોમેર આશાભર્યા યુવા-વીરો પોત-પોતાની કળા અજમાવવા એકઠા થયા હતા. આ ભીડમાં નેઢ અને વિમલને જોઈને ઘણાએ એવું આશ્ચર્ય અનુભવ્યું કે, મંત્રીશ્વર વિમલ છે ૮૩
Page #96
--------------------------------------------------------------------------
________________
ત્રાજવાનો ભાર પણ ન ખમી શકનારી આ ભુજાઓ તલવારના ભાર ઊઠાવવામાં પણ સફળ બને, તો માનવું પડે કે, ભાઈ ! આ યુગમાં મકોડો પણ ગોળનો રવો ઉપાડી શકે !
થોડી પળો પસાર થઈ ન થઈ, ત્યાં તો અનેક વીરો પોતાની કળાનું પ્રદર્શન કરવા મેદાને પડ્યા. દૂર દૂર રહેલા વૃક્ષની ડાળીઓ ઉપર નિર્ધારિત કરી રાખેલ ફળોને બાણ પ્રહારથી વીંધીને કોઈ પોતાની કળા બતાવતું, તો કોઈ વળી ચોક્કસ પાંદડાંઓને પાડી બતાવીને જયજયકાર મેળવતું ! આમ, ભાતભાતની અને જાતજાતની બાણકળાઓના પ્રદર્શનનો રંગ જામ્યો, એટલામાં જ દામોદર મહેતાની નજર ટોળામાં દૂર દૂર ઊભેલા વિમલ પર પડી. મનોમન કંઈક મંત્રણા કરીને, એમણે વ્યંગમાં ભીમદેવને કહ્યું :
મહારાજ ! મંત્રી વીરના પુત્ર વિમલ ભલે વણિક રહ્યા, પણ પોતાની બાણકળા અજમાવવા એ અહીં આવ્યા લાગે છે. માટે આ ક્ષત્રિયોને જરા બાજુ પર રાખીને, એમને પહેલી તક આપો, તો એઓ એ વાત સિદ્ધ કરી આપે કે, ત્રાજવું ઝાલી જાણતો વણિક તલવાર પણ તાણી જાણે છે અને કટાક્ષના બોલથી કોઈને વીંધી જાણતા વણિકને માટે બાણથી કોઈને વીંધવા એ પણ રમત વાત છે,'
દામોદર મહેતાના આ શબ્દો પાછળ જે તેજોદ્વેષ ને ઈર્ષાપ્રેરિત માયાસ્મૃતિ હતી, એ ભીમદેવ ને સમજી શક્યા. એમણે પૂછ્યું : મહેતા ! શું વિમલ એવડો મોટો થઈ ગયો છે કે, ધનુષ પર બાણ ચડાવી શકે? ભીમદેવને તો એમ જ લાગતું હતું કે, મંત્રી વીરની દીક્ષા હજી હમણાં જ થઈ છે, ને પોતે ગાદીએ હજી હમણાં જ બેઠા છે. એટલામાં મંત્રીપુત્ર ક્યાંથી મોટો થઈ જાય?
મહારાજ ! આટલું જ શા માટે, વિમલકુમાર તો એટલા પુર્ણ થઈ ગયા છે કે, કોઈ શત્રુને જીતવા જંગે ચડતી આપણી સેનાના દંડનાયક તરીકે વિમલકુમારને નીમવામાં આવે, તો એઓ જીત્યા વિના પાછા ન જ આવે ! દામોદર મહેતા માયાજાળને વળ ચડાવી જાણતા હતા.
૮૪ આબુ તીર્થોદ્ધારક
Page #97
--------------------------------------------------------------------------
________________
ભીમદેવના આનંદનો પાર ન રહ્યો. એમણે વળતી જ પળે સાદ દીધો : વિમલકુમાર ! બાણકળા બતાવવા આવ્યા છો કે માત્ર તમાશો જોવા જ ?
દામોદર મહેતાએ ભીમદેવના કાનમાં મોઢું રાખીને થોડીઘણી જે કાનાફૂંસી કરી હતી, એ વિમલની નજરે પકડી પાડી હતી. એથી ખરો ઘા કરવાની અત્યારની તકને ઝડપી લેતાં એમણે રોકડું પરખાવ્યું :
મહારાજ ! આવ્યો તો હતો, બાણકળા બતાવવા ! પણ થયું કે, આ તમાશામાં કળા બતાવવી, એના કરતા મૌન રહેવું સારું ! એથી ઊભો ઊભો છોકરાંઓની રમત જેવો આ તમાશો નિહાળી રહ્યો છું'
ભીમદેવનાં ભવાં ચડી ગયાં : શસ્ત્રસ્પર્ધા જેવી વીરોચિત આ પ્રવૃત્તિને ‘તમાશો’ કહીને હડહડતું અપમાન કરનાર વિક્રમ જેવો વીર આ વાણિયો વળી કોણ ? એમણે જરા આવેશમાં પૂછ્યું : શું વીર મંત્રીના પુત્રનો આ જવાબ છે, વિમલ ?
વધુમાં રાજાએ કહ્યું : મહારથીઓના મેળાને ‘તમાશો' સાબિત કરવાની અને ભલભલાના મોંમાંથી વાહવાહની પ્રશંસા મેળવી જતી આ ‘શસ્ત્રકળા’ ને છોકરમત પુરવાર કરવાની તાકાત હોય, તો તો મેદાનમાં આવી જઈને તમને તમારી ‘વીરતા’નું દર્શન કરાવવાની તક આપતું આહ્વાન કરવામાં આવે છે. જો આ આહ્વાન સ્વીકારવાની તૈયારી ન હોય, તો આવી ‘વીર-પ્રવૃત્તિ'ના અપમાન બદલ જાહેરમાં ‘માફી’ માંગવાનો તમને આદેશ આપવામાં આવે છે. વાણિયાભાઈને તો મૂછ નીચી કરવામાં ક્યાં કંઈ કલંક લાગે છે !”
દામોદર મહેતાને થયું કે, મેં જ આ ઈંધણને આગ પૂરી પાડી છે, એથી હવે જલી ઊઠેલા આ ઈંધણમાં ઘીની આહિત નાખવામાં મારે વળી શા માટે પાછી પાની કરવી જોઈએ, એમણે પણ વિમલને ઉતારી પાડવા કહ્યું :
મંત્રીશ્વર વિમલ
૮૫
Page #98
--------------------------------------------------------------------------
________________
વિમલકુમાર ! આ કંઈ ઘી-ગોળનો બજાર નથી કે, અબી બોલા અબી ફોક કરવાના વાણિયાવેડા અહીં નભી શકે ! આ તો બહાદુરોનું બ્રહ્માંડ છે, અહીં બોલાયેલા એક એક શબ્દની સત્યતા સિદ્ધ કરવાની જવાબદારીનો ખ્યાલ હોત, તો મને લાગે છે કે, તમારો જવાબ કોઈ જુદો જ હોત, તો એમાં તમારી બડાઈ નહિ, પણ આ વીરોની વડાઈ છતી થતી હોત ! માટે ડાહ્યા થઈને નમતું તોળો. એમાં જ મજા છે. તો જ તમારી હાટ-હવેલી અને હમણાં કમાયેલી કીર્તિ સચવાશે. આમેય બળવાનના પગ ચાટવામાં વાણિયો કંઈ કલંક માનતો નથી. એને માટે તો જીવતા રહેવું, એ જ બહાદુરી ગણાય છે. અને અહીં તો મહારાજ ભીમદેવ સમક્ષ માફી માગવાની છે, માટે સુખે જીવવું હોય, તો તમારી આ પાંચશેરીને ભીમદેવના પગમાં નમાવી દો.”
રાજા ભીમદેવ પણ મહેતાના સૂરમાં પોતાનો સૂર મિલાવવા જતા હતા. ત્યાં તો વિમલકુમાર નીડરતા-પૂર્ણ નમ્રતા સાથે ભીમદેવ સમક્ષ ઉપસ્થિત થઈ ગયા અને એમણે કહ્યું :
“મહારાજ ! મને એનું આશ્ચર્ય થાય છે કે, મને જે તમાશો અને છોકરમત લાગે છે, એને આપના જેવા બહાદુર બાણાવળી આમ આટલું બધું મહત્ત્વ કેમ આપી રહ્યા છો? હું જે કંઈ બોલ્યો છું, એની જવાબદારી જવાંમર્દી સાથે અદા કરવાની મારી તૈયારી છે. તોલ વિનાના બોલ બોલવાનું હું શીખ્યો નથી. મારા એક એક શબ્દને સિદ્ધ કરી બતાવવા માટે જરૂરી બળ-કળથી આ કાયા અને કાળજું કસાયેલ છે, માટે જ તો દુન્યવી દૃષ્ટિએ સૂતેલા સિંહની કેસરા સાથે અડપલું કરવા જેવી પ્રવૃત્તિ કર્યા પછી પણ મારા મનની મર્દાનિયત મોળી નથી પડી. બાકી આપને મારી માફી જ જોઈતી હોય અથવા દામોદર મહેતાને મને નમાવવામાં જ રસ હોય, તો આપ તો મારા માટે પિતા જેવું સ્થાન-માન ધરાવો છો, એથી આપના પગ પકડતા મારે શરમાવવાનું હોય જ શાનું ? પરંતુ જો મારી શસ્ત્ર-કળાને જોવાની આપની ખરેખર ઇચ્છા જ હોય, તો એ ઇચ્છાને સંતોષવી, એ મારું
૮૬ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #99
--------------------------------------------------------------------------
________________
કર્તવ્ય બની જાય છે અને આ બધા બહાદુરો પણ સાંભળી લે કે, શું વણિક વીર ન હોઈ શકે ? ત્રાજવું ઝાલનારો હાથ તલવાર ન જ તાણી શકે, એવો કોઈ નિયમ છે ખરો? ક્ષત્રિય કંઈ માના પેટમાંથી તલવાર તાણવાની તાકાત લઈને પેદા થતો નથી, એમ વણિક કંઈ જન્મતાની સાથે ત્રાજવું ઝાલી શકતો નથી. આ બધું તો પુરુષાર્થને આધીન છે. અને એથી જ તો આ વસુંધરા બહુરત્ના અને વીરભોગ્યા ગણાય છે. માટે વણિકને “વાણિયા' તરીકે વગોવનારાઓ આ એક વાત કાળજે કોતરી રાખે કે, ગુર્જરેશ્વર વનરાજ ચાવડાથી માંડીને આજ સુધી પાટણની સત્તાને બળ અને કળથી સમૃદ્ધ મંત્રી-પરંપરાનું દાન કરનારા વણિકો જ રહ્યા છે, અને એય પાછા જૈન !'
બહાદુરોના બ્રહ્માંડમાં વિમલના આ વીર-હાકોટાથી સન્નાટો છવાઈ ગયો. બાણકળા જોવા આવેલી પ્રજા વિમલની વાકળા જોઈને મંત્રમુગ્ધ બની ગઈ. દામોદર મહેતાના કાળજાને વિમલની આ વાણીનો એક એક શબ્દ બાણ બનીને વીંધી રહ્યો. ભીમદેવ વિમલની બાણકળા જોવા તલપાપડ બની ગયા હતા. એમનો આવેશ તો
ક્યારનો શમી ગયો હતો, અને એથી આનંદ સાથે અહોભાવપૂર્વક વિમલની પીઠ થાબડતાં એમણે કહ્યું :
બાપ કરતાં બેટા સવાયા, એ આનું નામ ! વિમલકુમાર ! તમે ખરેખર વીર મંત્રીનું નામ રાખશો, એમ તમારી વાણીમાં રેલાતી આ વીરતા અને ધીરતા પરથી લાગે છે. જેની વાણીમાં આવી વીરતા હોય, એનું પાણી પણ કંઈ કમ ન હોય ! મારે હવે તમારી પરીક્ષા કે તમારી બાળકળાની પરખ નથી કરવી, આ વાત પરથી તમારું પાણી પરખાઈ જાય છે ! પણ હું તો અત્યારે તમારી બાણકળાનાં પુણ્યદર્શન મેળવવા ઉત્સુક બન્યો છું.”
રાજા ભીમદેવના આ શબ્દોને સૌએ તાળીના પ્રચંડ ગડગડાટથી વધાવી લીધા. શું ધાર્યું હતું અને શું થઈ ગયું? આ વિચારમાં ગરકાવ મંત્રીશ્વર વિમલ ર૦ ૮૭
Page #100
--------------------------------------------------------------------------
________________
બનેલ દામોદર મહેતા પરિસ્થિતિનો થોડોઘણો ક્યાસ કાઢવા જાય, એ પૂર્વે તો ભીમદેવના ચરણની રજ મસ્તકે ચડાવીને વિમલકુમારે નત મસ્તકે કહ્યું :
“મહારાજ ! આપની આ આજ્ઞા મારે માટે શિરોધાર્ય છે. બાણકળાનું પણ એક મોટું શાસ્ત્ર છે. આને કળા એટલા માટે કહેવાય છે કે, આ એક જ શસ્ત્ર એવું છે કે, જેના વપરાશમાં કળાને પણ સ્થાન આપી શકાય અને સામાન્ય જનતા પણ આ શસ્ત્રના પ્રયોગો હોંશે હોંશે જોઈ શકે. મહારાજ ! બાણકળા અનેક રીતે વ્યક્ત કરી શકાય છે.”
વિમલનું વક્તવ્ય આગળ વધ્યું : મહારાજ ! આપ કહો, તો શધ્યામાં સુવડાવેલા બાળકના શરીર પર મુકાયેલાં ૧૦૮ પાનમાંથી ચોક્કસ કોઈ પાન વીંધી આપે ! વલોણું કરતી નવયૌવના-નારીના કાને ઝબકતી ઝાલને વીંધવાનું કહો, તો એ સ્ત્રીના ગાલને જરાય ઈજા પહોંચાડ્યા વિના એ ઝાલને વીંધી આપું ! તો અહીંથી ગાઉના ગાઉ દૂર સુધી જઈને પડે, એ રીતે, એ રીતના વેગપૂર્વક બાણને છોડી બતાવું ? મહારાજ ! આપ આમાંથી કહો, એ રીતની બાણકળા બતાવવા હું તૈયાર છું ! આપ આજ્ઞા ફરમાવો અને એક ધનુષબાણ હાજર કરો, એટલી જ વાર છે; હું બધી રીતે તૈયાર છું.
સૌને એમ થયું કે, મહારાજ ભીમદેવ કઈ રીત પર પસંદગી ઉતારશે? કારણ કે એકથી એકમાં ચડિયાતી આ કળા હતી, ત્યાં તો ભીમદેવે હસતાં હસતાં કહ્યું : વિમલકુમાર ! બાણકળાના રસિયા આગળ તમે એકથી એક ચડિયાતી એવી વાનગીનાં નામ રજૂ કર્યા છે કે, એકને પણ નાપસંદ કરવાનું મન ન થાય. માટે મારી તો એવી ઇચ્છા છે કે, તમે આ બધી કળાઓ બતાવો, અને મારી ભૂખ સંતોષો !
ભીમદેવની આ અનોખી પસંદગી પર પ્રજાએ પ્રસન્નતાનાં પુષ્પો વેર્યા. ધનુષ અને બાણ વિમલના હાથમાં આપવામાં આવ્યાં. ચોમેર
૮૮ આબુ તીર્થોદ્ધારક
Page #101
--------------------------------------------------------------------------
________________
નીરવ શાંતિ પથરાઈ ગઈ. પહેલો પ્રયોગ બાળકનો હતો. એક બાળકને સુવડાવીને એની પર ૧૦૮ પાંદડાં મૂકવામાં આવ્યાં. ભીમદેવે કહ્યું : વિમલકુમાર ! બરાબર ૫૪મું પાન વીંધી બતાવો.
વિમલે મનમાં શ્રી અંબિકાદેવીનું સ્મરણ કર્યું અને ત્યાર પછી ધનુષની પણછ પરથી એવી રીતે નિશાન તાકીને બાણ મૂક્યું કે, બરાબર ૫૪મું પાન લઈને એ બાણ સડસડાટ પસાર થઈ ગયું.
આ પ્રયોગની પળે પ્રજાના મનમાં અનેક જાતના ભય સહિતની આતુરતા-જિજ્ઞાસા હતી. પણ બાળકને જરાય આંચ ન પહોંચી અને ૫૪મું પાન લઈને એ બાણ આગળ વધ્યું, એથી હવે પછીના પ્રયોગો અંગે વિમલની શક્તિ-કળા પર સૌને વિશ્વાસ બેસી ગયો.
બાળકના શરીર પર રચાયેલી એ પાનની ઊંચી હાર અકબંધ હતી અને બરાબર વચમાંનું પાન જ વીંધાયું હતું. ભીમદેવે વિમલની પીઠ થાબડીને કહ્યું કે, હવે ઝબકતી ઝાલ વીંધી બતાવો.
નિર્ધારિત જગા પર એક ભરવાડણને પોતાની વલોણાની સામગ્રી સાથે હાજર કરવામાં આવી. થોડી જ પળોમાં ઘમ્મરવલોણાં ચાલુ થઈ ગયાં. વિમલે બરાબર નિશાન તાકીને બાણ મૂક્યું. અને ભરવાડણનેય અંધારામાં રાખીને એના કાન પર ઝબૂકતી ઝાલને સિફતપૂર્વક ઉઠાવી લઈને એ બાણ આગળ વધી ગયું.
ભીમદેવ સહિત પ્રજા આવી નીડરતા અને આવી નિશાનનિષ્ઠા પર ઓવારી ગઈ. રાજાએ કહ્યું : વિમલકુમાર ! ‘તમાશા' અને ‘છોકરમત’ તમારા આ શબ્દો અપમાનસૂચક નહિ, હકીકતસૂચક હતા, એમ હવે અત્યારે મને જણાય છે ! તમારી આ કલા જોતાં અત્યારે તો મને પણ લાગે છે કે, ઝાડ પરના ફલને વીંધવું કે પાંદડાને નિશાન બનાવવું, એને બાણકળાની બારાખડીનો હજી કક્કો કહી શકાય, પણ સિદ્ધિ તો નહિ જ ! જે આવો બિનહરીફ બાણાવળી હોય, એને કક્કો જ ઘૂંટતાં બાળકો જેવા આ બહાદુરોમાં છોકરમત અને એને વખાણતા આ ટોળામાં તમાશાનું દર્શન થાય, એમાં આશ્ચર્ય પણ શું છે ?
મંત્રીશ્વર વિમલ
re
Page #102
--------------------------------------------------------------------------
________________
વિમલકુમાર ! હવે દૂર-વેધની છેલ્લી કળા બતાવો, જેથી તમને યોગ્ય ઈનામ-અકરામ આપીને હું કંઈક સંતોષ અનુભવી શકું !
પ્રજામાંથી “ધન્ય-ધન્યના પોકારોનો પ્રવાહ એકધારો ચાલુ જ હતો, પણ વિમલના મોં પરની રેખાઓમાં તો એ જ ગંભીરતા અને એ જ ધીરતા અંકાયેલી જોવા મળતી હતી, ગર્વનો ત્યાં છાંટોય દેખાતો ન હતો. હવે પછીનો દાવ અજમાવતા વિમલને માનવ-મેદની ટીકી ટીકીને નિહાળી રહી.
વિમલ ઊભો થયો. કોઈ પણ જાતની ઝાઝી મહેનત વિના બે ડગલાં પાછળ હટી જઈને એણે એવી રીતે વેગપૂર્વક બાણ છોડ્યું કે, વેગના કારણે બાણની ગતિ પણ કોઈ કળી શક્યું નહિ. એથી સૌની આંખ હજી વિમલ ઉપર જ હતી, ત્યાં તો ધનુષબાણ હેઠાં મૂકતાં વિમલે કહ્યું : મહારાજ ! પવનવેગી સાંઢણીને આ પૂર્વ દિશા ભણી દોડાવો, એના અસવારને કહેજો કે, વાવની પાસેના ઘેઘૂર વડલા પાસે જ સાંઢણીને ઊભી રાખે ! ત્યાં વડની કોઈ શાખામાં ચકોર નજરે તપાસ કરવાનું કહેશો, તો ત્યાં કોઈ શાખામાં ખૂંપેલું બાણ મળી આવશે !
ભીમદેવે વિસ્ફારિત હૈયે પૂછ્યું : વિમલકુમાર ! આ વાવ તો અહીંથી પાંચ ગાઉ દૂર છે. શું તમારા બાણનો વેગ આટલો બધો હોવાની શક્યતા છે કે, આંખના પલકારામાં એ પાંચ ગાઉના લાંબા અંતરને આંબી જાય !
વિમલે કહ્યું : મહારાજ ! પ્રશંસા ખાતર નથી કહેતો, પણ પુરુષાર્થથી કેવી “બાણકળા હાંસલ કરી શકાય છે, એની પ્રતીતિ કરાવવા કહું છું કે, આ પૂર્વ દિશા પણ મેં એટલા માટે જ પસંદ કરી કે, મારા બાણના વેગને વડલો ખાળી શકે અને શોધવા જનારને ઓછી મહેનતે બાણ મળી જાય ! બાકી વડલાની વજ દીવાલ વચમાં ન હોય, તો બાણ કેટલું આગળ જાય અને એને શોધવા કેટલી મહેનત પડે, એ
૯૦ %
આબુ તીર્થોદ્ધારક
See (5)
*
*
Page #103
--------------------------------------------------------------------------
________________
વાતની ખાતરી વળી કોઈ દહાડો આપીશ. પરંતુ આજે તો આટલું જ બસ છે !
ભીમદેવને થયું કે, આવા અતુલ બળનો અને આવી અમૂલ કળાનો માલિક આ વિમલકુમાર જો મારો દંડનાયક હોય, તો પછી કઈ તાકાત ગુર્જર રાષ્ટ્રના વિજયને હરણફાળે આગે બઢતાં રોકી શકે ? ભીમદેવ જેટલા પ્રમાણમાં ખીજ્યા હતા, એથી કંઈ ગણા વધુ પ્રમાણમાં આજે હવે એઓ વિમલ પર રીઝયા હતા. એથી એમણે કહ્યું : વિમલકુમાર તમને ઇનામ-અકરામમાં આપવા જેવી મારી પાસે જો કોઈ યોગ્ય ચીજ હોય, તો તે છે દંડનાયકનું પદ ! માટે....
ભીમદેવ આગળ કંઈ બોલે તે પૂર્વે તો પ્રજાએ ગગનના ગુંબજને ભરી દેતા વિરાટ સાદે વિમલનો વિજયનાદ ગજવ્યો :
દંડનાયક વિમલકુમારનો જય હો
મંત્રીશ્વર વિમલ
છ ૯૧
Page #104
--------------------------------------------------------------------------
________________
દંડને બદલે દંડનાયકનું પદ
१०
પુણ્યોદય અને પુરુષાર્થનું જ્યારે બેવડું પીઠબળ હોય છે, ત્યારે માણસને ઘણી વાર એવી એવી અતાર્કિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જતી હોય છે કે, એ પ્રાપ્તિની પ્રક્રિયાનો પ્રત્યક્ષ દર્શક પણ આશ્ચર્યથી ઘેરાઈ જઈને પછીની પળોમાં એ પ્રત્યક્ષ દર્શન અંગે પણ અશ્રદ્ધા અને અચરજથી ભર્યાભર્યા અંતરે એમ વિચારતો હોય છે કે, શું આવું પણ બની શકે ખરું ? શું મારી આંખ મને દગો તો નહિ દેતી હોય ને ?
દામોદર મહેતાની મન:સ્થિતિ આવી જ હતી. કાલનો શસ્ત્રસ્પર્ધાનો પ્રસંગ એઓ ભૂલી શકતા ન
Page #105
--------------------------------------------------------------------------
________________
હતા. વિમલને દંડ મળે, એવી બાજી ગોઠવીને, સોગઠીનાં ધાર્યા દાવ નાખવામાં સફળતા પામ્યાનો ગર્વ પોતે લઈ શકે, એવી મનપસંદ પરિસ્થિતિના નિર્માણમાં વિમલ પોતે નિમિત્ત બન્યો હતો, ત્યાં એકાએક જ આખી એ બાજી ઊંધી વળી ગઈ અને બધા પાસાઓએ પારોઠનાં પગલાં ભર્યા અને જોર કરી ગયેલા ભાગ્યે વિમલને દંડનાયકનું પદ આપી દીધું ! દામોદર મહેતા દાંત કચકચાવીને થોડી વાર સુધી તો ગણગણી રહ્યા કે, શું દંડના અધિકારીને દંડનાયકનું પદ ! મેં કેવી આબાદ બાજી ગોઠવી હતી. મારા પાસા પણ કેવા સવળા પડતા હતા. પણ એના ભાગ્યનો દીવો ઝગમગતો લાગે છે, એથી જ દંડને બદલે દંડનાયકનું પદ ખાટી ગયો ! પણ કંઈ વાંધો નહિ, ફરી વાર બાજી માંડવાનું બળ મારા બાવડામાં છે, બુઝાવાની પળે પણ દીવો ક્યાં ઓછો ઝગમગે છે ! વિમલના ઝગારા આવા કેમ ન હોય ?
છેલ્લા બે ત્રણ દિવસોમાં અણહિલપુર પાટણમાં જે કોઈ બનાવો બન્યા હતા, એની ખુશાલી તમામ પ્રજા અનુભવી રહી હતી. શસ્ત્રસ્પર્ધાના એ દિવસની સમી સાંજે જે સાંઢણી-સવાર પાછો ફર્યો હતો, એના મોં પર પણ અગણિત આશ્ચર્ય ને આનંદ હતો, એણે રાજા ભીમદેવને કહ્યું : મહારાજ ! બરાબર એ જ વડલા પાસે જઈને હું ઊભો રહ્યો ! બાણનું સ્થાન શોધતાં મને વાર ન લાગી, એ વડલાની સાવ ઠૂંઠા જેવી બની ગયેલી એક શાખામાં આ બાણ એટલું બધું અંદર ખૂંપી ગયું હતું કે, એને બહાર ખેંચી કાઢતાં મારાં બાવડાં રહી ગયાં ! આવો બાણાવળી તો કદી નિહાળ્યો નથી. મહારાજ ! આપે એને શિરપાવમાં શું આપવાનું નક્કી કર્યું ? પહેલાં આપે દંડ આપવાનો વિચાર કર્યો હશે, પણ હવે એમાં એક “નાયક' શબ્દ ઉમેરી દેવાની મારી વિનંતી છે.
જવાબ વાળતાં ભીમદેવે કહ્યું : મારા અંતરનો અભિપ્રાય જાણી જઈને દંડનાયક તરીકે વિમલકુમારને પ્રજાએ આજે એવા સાદે વધાવી મંત્રીશ્વર વિમલ ૨ ૩
Page #106
--------------------------------------------------------------------------
________________
લીધા કે, એથી ગગનનું ગુંબજ કદાચ ફાટી પડ્યું હશે ! હવે વિધિસર દંડનાયક પદે વિમલકુમારને બેસાડવાનો નિર્ણય મેં લઈ લીધો છે. સાથે સાથે એમના મોટા ભાઈ નેઢનેય “મહામાત્ય” તરીકેના મુકુટથી મંડિત કરવાના મારા મનોરથ છે.
પાંચ ગાઉ દૂર ઊભેલા વડલામાંથી બાણ ખેંચી લાવનાર સેવકને ભીમદેવે જ્યારે પોતાનો આ મનોભાવ કહી બતાવ્યો ત્યારે એના આનંદની કોઈ અવધિ ન રહી. બીજે જ દિવસે મહારાજે મંત્રણાખંડમાં પોતાની ભાવના રજૂ કરતાં કહ્યું : તમે બધાએ ગઈકાલના વિમલનાં પરાક્રમ જોયાં જ છે અને મારા અંતરના ભાવ કળી જઈને “દંડનાયક' તરીકે પ્રજાએ વિમલને વધાવી જ લીધા છે ! હવે હું વિમલના ભાઈ નેઢને મંત્રી મુદ્રા આપવાપૂર્વક વિમલને દંડનાયકનું પદ આપવા વિચારું છું. મને વિશ્વાસ છે કે, મારો આ વિચાર તમને સૌને ગમશે જ.
ગઈકાલના બનાવથી વિમલની કીર્તિનું જે એકછત્રી સામ્રાજ્ય પાટણમાં ફેલાયું હતું, એ જોઈને ઘણાખરા મંત્રીઓના મનમાં એવો વિચાર ઝબૂકી ગયેલો કે, જો આ બે ભાઈઓને મહત્ત્વના પદ પર સ્થાપવામાં આવે, તો આ રાજય પ્રજાની વધુ ચાહના મેળવી શકે અને એથી વધારે પ્રભાવશાળી બની શકે ! દામોદર મહેતા જેવા ગણ્યાગાંઠ્યા માણસોને જોકે આ વિચાર સામે, ઘણો ઘણો બળાપો ઠાલવવો હતો ! પણ અત્યારે એ માટે સાનુકૂળ સમય નહોતો. તેથી ઉપરછલ્લી પ્રસન્નતા વ્યક્ત કરીને એ બધા મૌન રહ્યા. આ મૌનની મૂક સંમતિ તેમજ બીજા મંત્રીઓની સહર્ષ સંમતિ મળતાં ભીમદેવના આનંદનો પાર ન રહ્યો અને થોડા જ દિવસો પછીની મંગળ ઘડીએ નેઢ અને વિમલ અનુક્રમે મહામાત્ય અને દંડનાયકના પદને શોભાવવા માંડ્યા. આ પ્રસંગે પણ પ્રજાએ મંત્રી વીરના આ પુત્રોને લાગણીનાં જેટલાં ફૂલોથી વધાવી શકાય, એટલાં ફૂલોથી વધાવવામાં જરાય કચાશ ન રાખી. કારણ કે ખૂબ જ મહત્ત્વનું આ પદ હતું. હાથી, ઘોડા,
૯૪ આબુ તીર્થોદ્ધારક
Page #107
--------------------------------------------------------------------------
________________
રથ અને પાયદળ-આ ચતુરંગી સેનાના નાયકપદે રહીને દંડનીતિપૂર્વક જે દેશનું સંચાલન કરે, એ દંડનાયક ગણાતો. એના હાથમાં રાજ્યનું વસૂલીખાતું પણ રહેતું, સર્વેસર્વા સૂબા જેવું મહત્ત્વ ધરાવતા આ પદનું સ્થાન રાજ્યમાં બીજા નંબરનું ગણાતું. રાજા પછી દંડનાયક અને ત્યારબાદ રાણા, માંડલિક, સામંત આદિનો ક્રમ રહેતો.
માતા વિરમતિનું સ્વપ્ન સાકાર થયું હતું, પણ હવે એમની જવાબદારી વધતી જતી હતી, એથી મંત્રી અને દંડનાયકનું પદ ગ્રહણ કરીને બે દીકરાઓ ઘરે આવ્યા, ત્યારે એમણે હિતોપદેશ આપતાં કહ્યું :
બેટાઓ ! તમારા પિતાજીની ભવિષ્યવાણી આજે અક્ષરશઃ સાચી પડી છે. પણ એથી હવે આજથી મારી અને તમારી જવાબદારી વધી જાય છે. રાજેશ્વરી એ નરકેશ્વરી આ સત્યને હરપળે નજર સામે રાખીને પછી જ કોઈ પણ પ્રવૃત્તિ કરજો. પેલી શિખામણ ભૂલતા નહિ કે, રાજકાજ એ કંઈ આ માનવજીવનનું ધ્યેય નથી. ધર્મપ્રભાવના કરવાના એક સાધન તરીકે આ માધ્યમનો જેટલો ઉપયોગ કરશો, એટલા તમે તરશો અને બીજાને તારવામાં સહાયક થઈ શકશો ! નહિ તો મરવા અને મારવાના સાધન તરીકે આનો દુરુપયોગ કરનારાઓનો તો તોટો નથી અને અધિકાર હાથમાંથી ગયા પછી તો એમના ભાગે ધિક્કાર જ વેઠવાનો રહેતો હોય છે. આ એક એવું પગથિયું છે કે, સાવધ રહેનારને એ પ્રગતિ-યાત્રામાં સહાયક થાય અને અસાવધ રહેનારને એ નીચે પટકવા માટે જરૂરી પરિબળ પૂરું પાડે ! ધર્મનો આ બધો પ્રભાવ છે. માટે આ પ્રભાવથી પ્રભાવિત બનીને ધર્મને ધક્કો મારશો, તો સ્વામીદ્રોહીમાં ખપશો અને વધુ ને વધુ ધર્મ-સેવા આદરશો, તો ધર્મસ્વામીના વફાદાર સેવક તરીકે નવે ખંડ તમારી નામના પોકારશે.”
મહામંત્રી નેઢ અને દંડનાયક વિમલની આંખમાં હર્ષનાં આંસુ હતાં. ગદ્ગદ કંઠે એમણે કહ્યું : એક ધર્મમાતા તરીકેના તારા આવા મંત્રીશ્વર વિમલ ૨૦ ૯૫
Page #108
--------------------------------------------------------------------------
________________
બધા ઉપકારોમાંથી અમે ક્યાંથી-ક્યારે મુક્ત થઈ શકીશું ? દેહને ઘડનારી માતાઓનો ક્યાં દુકાળ છે. દિલને ઘડનારી માતાઓના કારમાં દુકાળના કાળમાં અમને તારો ભેટો થયો, એ અમારું જેવું તેવું ભાગ્ય નથી. મા ! એટલું તો અમે હરપળે યાદ રાખીશું કે, અમારા પિતા શ્રમણ છે અને અમને મળેલી માતાની સંસ્કારસમૃદ્ધિ સાથે મુકાબલો લઈ શકે, એવી માતાઓ આ પાટણમાં આંગળીના વેઢે ગણાય, એટલી સંખ્યામાં પણ મળવી સુલભ નથી ! ધર્મે આ બધું આપ્યું છે, તો આનો ધર્મમાં જેમ થાય, એમ વધુ ઉપયોગ કરવાની અમે ખાતરી આપીએ છીએ.
એ દહાડે મા-દીકરાઓનો આ ધર્માલાપ સાંભળીને વેઢની પત્ની ધનશ્રી અને વિમલની પત્ની શ્રીદેવીએ જે આનંદ અનુભવ્યો, એ નિરવધિ હતો. આવા ધર્મીઓની વચ્ચે વસવાટ મળવા બદલ એઓ પોતાની પુણ્યાઈને પ્રશંસી રહી.
મધ્યાહ્ન થવા આવ્યો હતો. એથી સૌ ભોજનકાર્ય પતાવીને બનતી ઝડપે બહારના આરામખંડમાં આવ્યા. કારણ કે વધામણી અને ખુશાલી વ્યક્ત કરવા આવી રહેલા નગરના અગ્રગણ્યોની એક લાંબી કતાર મંત્રી અને દંડનાયકની પ્રતીક્ષા કરી રહી હતી. એ કતારમાં નજીકનાદૂરના સગાથી માંડીને, આંખનીય ઓળખાણ ન હોય, એવા ઘણા ઘણા માણસો હોય, એ અસંભવિત નહોતું. તેમજ એમાં નગરશેઠ શ્રીદત્ત તેમજ લક્ષ્મીદત્ત શેઠની હાજરી તો હોય જ ને ?
આ ઘટના પર જેમ જેમ દિવસો વિતતા ગયા, એમ એમ દંડનાયક વિમલની કીર્તિ તો વધુ ને વધુ વિસ્તરતી ચાલી. એમની બાણકળાની વાતો પણ કોઈ પરીકથાની જેમ ઠેર ઠેર ગવાવા માંડી. ગુર્જરરાષ્ટ્રને આવા સબળ દંડનાયક મળ્યા, એથી ઘણાં ઘણાં શત્રુરાજ્યોના પેટમાં ખળખળતું તેલ પણ રેડાયું.
મંત્રી અને દંડનાયકે થોડા જ દિવસોમાં પોતાના બળ-કળનો પરચો બતાવીને ભીમદેવની એવી તો કૃપા મેળવી કે, એમના ચલણ
૯૬ આબુ તીર્થોદ્ધારક
Page #109
--------------------------------------------------------------------------
________________
વલણના ચમકારા આગળ જૂના જૂના મંત્રીઓ સાવ નિસ્તેજ જણાવા માંડ્યા. દંડનાયકનું પદ મળ્યા પછી પણ વિમલે જૈનધર્મની ધર્મપ્રવૃત્તિઓમાં પહેલાની જેમ જ ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું. ધર્માનુષ્ઠાનોમાં એમની હાજરી રહેતી, શાસનપ્રભાવક પૂ. આચાર્યાદિ સાધુવરોની સ્વાગતયાત્રા એમની હાજરી-માત્રથી ઓર દીપી ઊઠતી. પ્રવચન સભાઓમાં જ્યારે એ નમ્રતાથી બેસતા, ત્યારે કોઈને એવો ખ્યાલ પણ ન આવતો કે, આ બંને ભાઈઓ મહામાત્ય અને દંડનાયક તરીકેની જવાબદારી અદા કરતા હશે !
એક દિવસની વાત છે. આબુ તરફના પ્રદેશમાંથી વિહાર કરીને શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજા પોતાના વિશાળ મુનિ-પરિવારની સાથે પાટણમાં પધાર્યા હતા. એમની અદ્ભુત સ્વાગતયાત્રા સંઘે યોજી હતી. પ્રવચનમાં એમણે વહાવેલ ધર્મધારાનું આચમન કરીને સૌનાં અંતર આનંદથી તરબતર બની ગયાં હતાં. દંડનાયક વિમલ પણ એમાં હાજર હતા. આચાર્યદેવનું વ્યક્તિત્વ એમને અનોખી રીતે આકર્ષી રહ્યું. જાણે કે પૂર્વભવના કોઈ ઋણાનુબંધના સંબંધ જ તાજા થઈ રહ્યા હોય, એવી અનુભૂતિ પૂ.આચાર્યદવ ને દંડનાયક બંનેને થઈ રહી ! થોડા દિવસની એમની સ્થિરતામાં બંને વચ્ચે ધર્મનો ગાઢ સંબંધ બંધાઈ ગયો.
એક દિવસ પૂ. આચાર્યદેવશ્રી સાથેની વાતમાંથી એક એવી વાત નીકળી કે, એ વાતનું પ્રેરણાબીજ ભાવિમાં કોઈ વિશાળ વડલા તરીકે વિસ્તરવાના ભાગ્યલેખ સાથે દંડનાયકના દિલમાં ધરબાયું !
આબુ તરફથી પૂ. આચાર્યદવ વિહાર કરીને આવ્યા હતા, એથી એ બાજુનાં તીર્થોની ભવ્યતાની તેમજ ગામનગરોમાં રહેલાં મંદિરોનેય વરેલી તીર્થ જેવી પ્રભાવકતાની વાત એઓશ્રીએ જ્યારે દંડનાયક સમક્ષ વર્ણવી બતાવી, ત્યારે વિમલે પણ તીર્થયાત્રા જેવો અનેરો આહલાદ અનુભવ્યો. આબુનું નામ આવતાં જ એમના અંતરમાં આબુ પ્રત્યે રહેલું કોઈ અગમ્ય અને અકળ આકર્ષણ એકાએક જાગ્રત થઈને પૂછી બેઠું : મંત્રીશ્વર વિમલ 9 ૯૭
Page #110
--------------------------------------------------------------------------
________________
ભગવદ્ ! આજે અજૈનોને માટે તીર્થધામ ગણાતા આબુના ઇતિહાસમાં કોઈ એવું ભૂતકાલીન પ્રકરણ પણ વાંચવા મળે છે ખરું કે, જેમાં આબુનો જૈનતીર્થ તરીકે ઉલ્લેખ હોય ! કેવો રળિયામણો એ ગિરિરાજ ! પણ જ્યાં વીતરાગ પ્રભુનાં બેસણાં ન હોય, એવી રમ્યતાને શું કરવાની ! જે રમ્યતાને પૂજ્યતા વરેલી હોય, એ જ રમ્યતા પર રાજીપો અનુભવાય !”
દંડનાયકે દિલનાં દ્વાર ખોલી દઈને, ભીતરની ભાગોળે આબુ તરફનું જે આકર્ષણ રમતું હતું, એને ખુલ્લું કરી દીધું. વિમલની આ વાત સાંભળતાં જ આચાર્યદેવ શ્રી ધર્મઘોષસૂરિજી કોઈ ઊંડા વિચારમાં ગરકાવ બની ગયા. હજી થોડાક જ મહિનાઓ પૂર્વે આબુની ગોદમાં નિહાળેલી એક સ્વપ્નસૃષ્ટિ, એમની આંખ સામે તાજી બની ઊઠી.
વાત એમ હતી કે, સંયમ-યાત્રાની સાથે સાથે જીરાપલ્લી તીર્થ (જીરાવલા) આદિની યાત્રા કરીને પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરિજી આબુનો ગિરિપંથ ઓળંગીને પ્રહૂલાદનપુર આદિ એ વખતની પ્રખ્યાત નગરીઓમાં ધર્મલાભ આપીને પાટણ તરફ આવવા નીકળ્યા, ત્યારે પહેલી જ વાર આબુની ગિરિમોમ નિહાળીને, આબુનો ભવ્ય ભૂતકાળ એમને સાંભરી આવ્યો અને થયું કે, ઇતિહાસકાલીન જૈનતીર્થ આબુની એ આભા ક્યાં ! અને આજે એક પણ જિનપ્રતિમા વગરનો આ આબુ ક્યાં? આવા વિચારમાં નિદ્રાધીન બનેલા એમની આંખમાં રાતે એક સ્વપ્નસૃષ્ટિ ઊતરી આવી, એમાં શ્રી અંબિકાદેવીએ એમને એવો સંકેત આપ્યો કે, આપ ગુજરાત તરફ પધારી રહ્યા છો, એ ખૂબ આનંદની વાત છે. કારણ કે ત્યાંની ભૂમિ પર શક્તિ-ભક્તિનાં સૂર્યતેજ ધરાવતી એક એવી વ્યક્તિ અત્યારે ઉદય પામી રહી છે કે, જે આપની પાસેથી ઉપદેશનું પાન કરીને, આબુને જૈનતીર્થ તરીકે ફરીથી ઇતિહાસનાં પાને સોનાના અક્ષરે આલેખશે !
દંડનાયકનો પ્રશ્ન સાંભળીને, આ સ્વપ્ન સજીવન થતા જ શ્રી ધર્મઘોષસૂરિજી વિચારી રહ્યા કે, અંબિકાદેવીનો એ સંકેત, દંડનાયક
| ૯૮ આબુ તીર્થોદ્ધારક
Page #111
--------------------------------------------------------------------------
________________
વિમલને ઉદ્દેશીને તો નહિ હોય ને ? કારણ કે ગુજરાતમાં અત્યારે ઊગતા સૂર્યની જેમ અનેકના નમસ્કાર ઝીલતી વ્યક્તિ તરીકે વિમલ સિવાય બીજા કોઈ ૫૨ દૃષ્ટિ ઠરે એવું નથી ! એથી એમણે આશાભર્યા અંતરે આબુના ઇતિહાસનાં સુવર્ણપૃષ્ઠો ઉથલાવતાં કહેવા માંડ્યું :
‘દંડનાયક ! આબુનો પણ એક ગૌરવવંતો સમય હતો, જ્યારે અર્બુદાચલ તરીકે આ તીર્થ પ્રખ્યાત હતું. આના ઇતિહાસનો આદિકાળ શ્રી ઋષભદેવ પ્રભુ અને એમના ચક્રવર્તી પુત્ર શ્રી ભરત મહારાજા સુધી લંબાયેલો છે. પ્રભુના ઉપદેશથી શ્રી ભરત ચક્રવર્તીએ આબુમાં ભવ્ય જૈનમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ચાર દ્વાર ધરાવતા એ સુવર્ણચૈત્યનો વિનાશ ક્યારે થયો, એનો કોઈ ચોક્કસ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી. ઘણા સાધકો અહીં અનશન કરીને મોક્ષે ગયાના ઉલ્લેખો શાસ્ત્રાંકિત છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના ચરણકમળથી મંડિત આ આબુ પર પ્રભુના નિર્વાણ પછી એમની દશમી પાટે આવેલા શ્રી સુસ્થિતાચાર્યના સમયમાં જિનમંદિરો હતાં, કારણ કે શ્રી સુસ્થિતાચાર્ય આબુની યાત્રા કરીને અષ્ટાપદની યાત્રાએ ગયાની નોંધ મળે છે. વિક્રમની પહેલી શતાબ્દીમાં થયેલા પૂ. આ. શ્રી પાદલિપ્તસૂરિજી રોજ આકાશગામિની-વિદ્યાથી જે પાંચ તીર્થોની યાત્રા કરતા હતા, એમાં એક તીર્થ તરીકે આબુનું પણ નામ મળે છે. શ્રી મહાવીર પરમાત્માની ૩૩મી પાટે થયેલા વડગચ્છના સ્થાપક શ્રી ઉદ્યોતનસૂરિજી મહારાજા વિ. સં. ૯૯૪માં આબુની યાત્રાએ આવ્યા હતા. શ્રી ભદ્રબાહુ સ્વામીજી વિરચિત શ્રી બૃહત્કલ્પસૂત્રમાં આબુ તીર્થનો ઉલ્લેખ આવે છે.’
દંડનાયક શ્રી વિમલ આ ઇતિહાસ સાંભળીને રોમાંચ અનુભવી રહ્યા. એમણે આ બધી વાતનો સાર ગણિતની ભાષામાં રજૂ કરતાં કહ્યું : ભગવન્ ! તો તો હજી નજીકના કાળમાં જ આબુ ઉપર જિનમંદિરોનું અસ્તિત્વ ચોક્કસ હોવું જોઈએ. આપે છેલ્લો ઉલ્લેખ વિ.સં. ૯૯૪નો કર્યો. એથી શું એમ ન કહી શકાય કે, લગભગ ૮૦/
મંત્રીશ્વર વિમલ
22
Page #112
--------------------------------------------------------------------------
________________
૮૫ વર્ષો પૂર્વે આબુ એક જૈનતીર્થ તરીકે જ્વલંત જયજયકાર સાથે જૈનજગતમાં ગાજતું હોવું જોઈએ ? આ પ્રશ્નનો જવાબ સ્મિત સાથે વાળતાં પૂ. શ્રી ધર્મઘોષસૂરિજીએ વળી જુદી જ વાત કરી : અને ભાવિનું એવું પણ એક કાળગણિત કેમ માંડી ન શકાય કે, કદાચ ચાર પાંચ દશકામાં આબુ પુનઃ જૈનતીર્થ તરીકે જાહોજલાલીભર્યું સ્થાનમાન પામીને પુનઃ પ્રતિષ્ઠિત બની જાય ! વીર મંત્રીના તમારા જેવા ધર્મિષ્ઠ-પુત્રના હાથમાં ગુર્જર રાષ્ટ્રનું “દંડનાયક જેવું પ્રતિષ્ઠિત પદ શોભી રહ્યું હોય, ત્યારે કોઈ પણ તીર્થ-પ્રેમીને આવી આશા સૃષ્ટિનું સર્જન કરતાં કેમ રોકી શકાય?
દંડનાયક વિમલ શ્રી ધર્મઘોષસૂરિજીના ચરણમાં પોતાનું મસ્તક ઝુકાવીને આશીર્વાદ યાચી રહ્યા : ભગવદ્ ! આપની વાણી સફળ બનાવવાની ભક્તિ-શક્તિ મારામાં વહેલી તકે જાગ્રત થાય, એવો કૃપાપાત કરવામાં શું આપ મારી વિનંતીની અપેક્ષા રાખવા જેટલી પણ ઢીલ કરશો ખરા ?
શ્રી ધર્મઘોષસૂરિજીનો વરદ હાથ દંડનાયક વિમલના મસ્તક પર અનેરી કૃપાનાં કિરણો વેરી રહ્યો, એ કિરણોમાં જૈનજગત માટે અંધકારાચ્છાદિત બનેલા આબુ ઉપર અજવાળાનો અભિષેક કરીને, જૈનતીર્થ તરીકે એને પુનર્ધ્વનિત કરવાનું કેવું બળ હતું? આનો જવાબ મેળવવા તો કાળ-પુરુષની સામે ટગરટગર જોયા કરીને, સમય-યાપન કરવાપૂર્વક આ કથા-પ્રવાહમાં આગળ ને આગળ ધપવું જ રહ્યું !
૧૦૦
આબુ તીર્થોદ્ધારક
Page #113
--------------------------------------------------------------------------
________________
ભક્તિની ભાગોળે શક્તિ ત્રિવેણીનું અવતરણ
૧૧
વીણાના તાર તૂટી જાય, પછી પણ ઘણી ઘણી વાર સુધી એનો ગુંજારવ ચાલુ રહેતો હોય છે ! ઘંટ વગાડ્યા બાદ પણ એનો નાદ લાંબા સમય સુધી ગુંજિત રહેતો હોય છે અને આના શ્રવણની મજા વળી ઓર જ હોય છે !
દંડનાયક વિમલ આવી ધન્ય અનુભૂતિ માણી રહ્યા હતા. પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરિજીના મંગલ-મુખે શ્રી અર્બુદાચલનો જૈન-મહિમા સાંભળ્યા પછી તો એમના અંતરનું આબુ પ્રત્યેનું આકર્ષણ કેઈ ગણું વધવા પામ્યું હતું. આબુનું માત્ર નામ જ સાંભળ્યું
Page #114
--------------------------------------------------------------------------
________________
હતું, એને નજરે નિહાળવાનો કોઈ પ્રસંગ હજી આજ સુધી સાંપડ્યો નહોતો, છતાંય પોતાના દિલમાં આબુ પ્રત્યે જે અકથ્ય આકર્ષણ અકબંધ સચવાઈ રહ્યું હતું, એનું કારણ દંડનાયકને આ મહિમાગાન સાંભળતાં સાંભળતાં હાથવગું થઈ ગયું અને દરિયાકિનારે રમતું બાળક જેમ રેતમાં ઘર ચણે, એમ એઓ કલ્પનાનાં ચણતર કરવા મંડી પડ્યા :
દેવગુરુની કૃપાનો પુણ્યપાત થાય, તો હું શું એક જૈનતીર્થ તરીકે આબુની આબરૂનાં એ તોરણ ફરી પાછાં ઘરે ઘરે, નગરે નગરે અને દેશે દેશ બાંધવામાં સફળ ન થઈ શકું ? પિતા-મુનિનો વિદાય સંદેશ આમ કરવામાં મને પ્રોત્સાહક બને એવો છે, માટે એક વાર જો મારામાં આબુને તીર્થમાં પલટાવવાની ભક્તિની ભરતી ચડી આવે, પછી તો શક્તિના રત્નઢગ એમાં ખેંચાઈને આવ્યા વિના નહિ જ રહે !’
દંડનાયક વિમલની આંખ સામે અંબિકાદેવીની પ્રસન્નતા તરવરી ઊઠી. એઓ વિચારી રહ્યા : આ દૈવી શક્તિ આમે ય મારી સહાયમાં છે. એમાં પણ હું જો ધર્મકાર્ય માટે એમની વધુ સહાયની અપેક્ષા રાખું, તો ચોક્કસ એઓ કૃપાની અનરાધાર વર્ષા કર્યા વિના નહિ જ રહે ! દંડનાયક વિમલ એ હકીકતથી પૂરા પરિચિત હતા કે, આબુ ઉપર જિનમંદિરો ઊભાં કરવાનો પોતાનો વિચાર, અત્યારે સૌ કોઈને રેતીનું ઘર રચવામાં રાચતા બાળકની રમત જેવો જ જણાય, એ સાવ સંભવિત હતું. કારણ કે આબુની ઊંચાઈ, ત્યાં પહોંચવાના રસ્તાઓની દુર્ગમતા, અજૈન પૂજારીઓનું વર્ચસ્વ અને ત્યાં જૈનમંદિર હોવાના કોઈ પુરાવાનો અભાવ : આ બધી પરિસ્થિતિ એવી વિકટ હતી કે, આબુ ઉપ૨ જૈનતીર્થની સૃજનાનું સ્વપ્ન પણ આંખમાં ટકી શકવુંય મુશ્કેલ હતું, ત્યાં સાક્ષાત્ સર્જન તો સહેલું ક્યાંથી હોઈ શકે ? એકલી માનવીય શક્તિથી આ સર્જન થવું અશક્ય પ્રાયઃ હતું, દૈવી શક્તિની સહાય એમાં પૂરેપૂરી અપેક્ષિત હતી. એથી આવી કોઈ સહાય પછી જ તીર્થસ્થાપનાના ક્ષેત્રે પગલું ઉઠાવવું યોગ્ય ગણાય.
૧૦૨
આબુ તીર્થોદ્ધારક
Page #115
--------------------------------------------------------------------------
________________
દંડનાયક વિમલની આંતરસૃષ્ટિમાં આવા આવા અનેક વિચારો કલાકોના કલાકો સુધી ઘૂમતા રહ્યા. આ વિચારસૃષ્ટિ એટલી બધી સોહામણી હતી કે, ઊંઘને પણ ભૂલી જઈને આખી રાત સુધી દંડનાયક વિમલ એ સહેલગાહ માણી રહ્યા ! સવારનાં કામકાજ પતાવીને, શ્રી ધર્મઘોષસૂરિજી પાસે પહોંચી જઈને માર્ગદર્શન મેળવવાનાં મનોરથને સફળ બનાવવા, એઓ સમયસર ઉપાશ્રયે પહોંચી ગયા. પ્રવચન-શ્રવણ પછી એકાંત મેળવીને એમણે કહ્યું :
“ભગવંત ! આપે તો મને આબુનું ખરું આકર્ષણ પેદા કરી દીધું ! એથી મારી આખી રાત આબુનાં સ્વપ્નો જોતાં જોતાં જ વીતી ગઈ ! એથી તીર્થસર્જનનું કાર્ય કેટલું કપરું છે? આમાં શક્તિ કરતાં ભક્તિની મૂડી કેટલા બધા મોટા પ્રમાણમાં જરૂરી છે? તેમજ ત્યાંનું વાતાવરણ આ કાર્ય માટે કેટલું વિપરીત છે? આ બધાનો પૂરો તાગ પામી શક્યા પછી પણ મારો ઉત્સાહ ઓસર્યો નથી.”
સૂરિભગવંતે આ સાંભળીને સસ્મિત કહ્યું : મનસ્વી પુરુષોની આ જ વિશેષતા હોય છે. માયકાંગલા માણસો કાર્યની વિકટતા જાણીને
જ્યાં પાણીમાં બેસી જતા હોય છે, ત્યાં મનસ્વી પુરુષો કાર્યની વિકટતા જાણીને વધુ ઉત્સાહ અને વધુ તાકાતને કામે લગાડીને કાર્યસિદ્ધિ માટે કટિબદ્ધ બનતા હોય છે. આબુનું વાતાવરણ આવું જ છે, અરે ! તમે કલ્પના કરી, એથીય એ વિકટતા વધુ હોવાની સંભાવના છે. વળી આ ગિરિ-ટોચ એટલી બધી ઊંચી છે કે, ત્યાં ઘાટ કરતાં ઘડામણ મોંઘી ! આ કહેવતનો તો પગલે પગલે અનુભવ થાય એવું છે. પણ તમારી પાસે તો ભક્તિની મોટી શક્તિ છે ! એથી આવી વિકટ વાટને પણ સપાટ બનવાની ફરજ પાડતી, કોઈ અદશ્ય સહાય તમને મળ્યા વિના નહિ જ રહે !
અદશ્ય શક્તિની વાત આવતાં જ દંડનાયક વિમલે આજ સુધી જે વાત ઘર સિવાય કોઈને જણાવી ન હતી, એને ખુલ્લી કરતાં કહ્યું કે, ભગવંત ! અંબિકાદેવીની થોડીઘણી પ્રસન્નતાનું પાત્ર બનવાની મંત્રીશ્વર વિમલ તો ૧૦૩
Page #116
--------------------------------------------------------------------------
________________
પુણ્યાઈ જો કે આ સેવક પાસે છે, પણ કોઈ વિશિષ્ટ આરાધના કરવાની અને સવિશેષ કૃપાપાત્ર થવાના મારા મનોરથ છે, એ જો સફળ થાય, તો પછી મને લાગે છે કે, આબુ જ્યારે જૈનતીર્થ તરીકે વિખ્યાતિ પામી રહ્યું હોય, એ દિવસો દૂર નહિ હોય !
આટલી ભૂમિકા બાંધીને પછી દંડનાયક વિમલે મોસાળ-વાસ દરમિયાન બનેલો આકરી કટોકટી અને કસોટીનો પ્રસંગ પૂરેપૂરો કહી સંભળાવ્યો. જેના શ્રવણ પછી આવી સદાચાર નિષ્ઠા પર ઓવારી ઊઠતાં આચાર્યદેવે કહ્યું : જેના પુણ્યથી આ રીતે દૈવી શક્તિ સામેથી આકર્ષાતી હોય, એ વ્યક્તિ જો જિનશાસનની પ્રભાવનાના એકમાત્ર આશયથી વિધિપૂર્વક આરાધના કરે, તો શાસનની અધિષ્ઠાયક શક્તિઓ સહર્ષ સામે આવે, એ કોઈ અસંભવિત વાત નથી !
દંડનાયકના રોમરોમમાં આબુના દર્શનની પ્રતીક્ષાના દીવા જલી ઊઠ્યા હતા. એથી એમણે વિનંતી કરી : ભગવન્! આપશ્રી જો નિશ્રા આપવાની મારી વિનંતી સ્વીકારતા હો, તો જીરાપલ્લી આદિ તીર્થોનો યાત્રાસંઘ કાઢવાની મારી ભાવના છે. આ નિમિત્તે આબુની સ્પર્શનાય થઈ જાય અને હું જ્યાં એક ભાવના-સૃષ્ટિનું અવતરણ કરવાનું સ્વપ્ન સેવી રહ્યો છું, એ સ્વપ્ન-વિહાર વધુ વેગીલો બને ! - શ્રી ધર્મઘોષસૂરિજી માટે તો આ વિનંતી, ધર્મના ઘોષને વધુ વેગીલો અને વ્યાપક કરવાનો એક અણમૂલો અવસર હતો. એથી એમણે કહ્યું : ચીજ ભાવતી હોય અને એને વળી લેવાની સૂચના વૈદ આપે, તો પછી એનો સ્વીકાર કોણ ન કરે ?
વિનંતી સ્વીકારાઈ જતાં દંડનાયક આનંદી ઊઠ્યા. પાટણના પાડેપાડે, નીકળનારા આ સંઘની વાતો ચર્ચાવા માંડી. દંડનાયક અનેરા ઠાઠમાઠ સાથે યાત્રા કરવા-કરાવવાના મનોરથ સેવતા હતા અને મહારાજા ભીમદેવના પોતાના માથે ચાર હાથ હતા, પછી તડામાર તૈયારીઓ થવામાં શી કમીના રહે ! થોડા જ દિવસોમાં સંઘયાત્રાની પૂર્વ તૈયારી પૂર્ણ થઈ અને પ્રયાણની શુભ ઘડી પણ આવતાં વિરાટ સંઘે
૧૦૪ %
આબુ તીર્થોદ્ધારક
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રસ્થાનનું પગલું ઉઠાવ્યું. દંડનાયકના સંઘને વિદાય આપવા ઊમટેલી માનવમેદની અને એના દ્વારા થઈ રહેલો “જૈનશાસન'નો જયનાદ, પાટણમાં એક નવો જ ઉલ્લાસ રચવામાં નિમિત્ત બની જતાં, દામોદર મહેતાના દિલમાં ભારેલો ઈર્ષાગ્નિ ફરી ભડભડ કરતો ભડકી ઊઠ્યો ! એ વિચારી રહ્યા :
આ સંઘયાત્રાને બીજા બધા ભલે ધર્મયાત્રા તરીકે વખાણે, પણ મને તો લાગે છે કે, વિમલે આ સંઘયાત્રાના બહાને પોતાની કીર્તિયાત્રા આરંભી છે. ગામડે ગામડે આ રીતે જઈને વિમલ પોતાની કીર્તિનાં પડીકાં વહેંચશે અને “દંડનાયકના પદની પ્રતિષ્ઠાના પાયા ગામેગામની પ્રજાના મનમાં ઊંડા ઉતારશે ! હાય ! ભાગ્ય અને ભીમદેવ : આ બંને જ્યાં વિમલની ભેરમાં હોય, ત્યાં મારા જેવાની બાજીઓ જીતના પાદરે આવીને, પરાજયના પાતાળમાં પટકાઈ જાય, એમાં આશ્ચર્ય શું છે?
દામોદર મહેતાની ચિંતાના ચગડોળની ગતિમાં ભંગ પાડતો, સંઘયાત્રાનો હાલતો ચાલતો એ મહાસાગરીય ઘુઘવાટ મહેતાના મકાન પાસે આવતાં જ મહેતા નિરાશ હૈયે ઊભા થયા. બારીમાંથી ડોકિયું કરીને એમણે નીચી નજર કરી, તો જાણે માનવોનો મહેરામણે ચડેલો મહાસાગર દેખાયો, એના ઘુઘવાટને સાંભળવા મહેતાએ કાન સરવા કર્યા, તો જૈનશાસન અને દંડનાયક વિમલના જયજયકાર સિવાય
ત્યાં કશું જ સાંભળવા ન મળ્યું. ભીમદેવ સ્વયં જ્યાં દંડનાયકની વિદાય યાત્રામાં જોડાયા હોય, પછી કોણ ગેરહાજર રહેવામાં રાજી હોય !
દામોદર મહેતા થોડી વાર પછી પોતાની ખોવાઈ ગયેલી એ સ્વસ્થતાને પાછી મેળવવા હવાતિયાં મારતા વિચારી રહ્યા : આવા દબદબાભર્યા માન-સન્માન સાથે વિમલ જઈ રહ્યો છે, આ હકીકતનું બીજી બાજુનું પાસું મારામાં કંઈક આશાનો સંચાર કરે, એવું નથી શું? વિમલની ગેરહાજરી, એની વિપરીત વાતોને મહારાજના મનના મંત્રીશ્વર વિમલ 29 ૧૦૫
Page #118
--------------------------------------------------------------------------
________________
ઊંડાણ સુધી ઉતારવામાં મને સહાયક બની જાય, એમ પણ કેમ ન બની શકે ? અને દામોદર મહેતા આશાના ઝૂલે ઝૂલતા ઝૂલતા, હસતા હૈયે કોઈ વિચારના વનમાં ઊંડા ઊંડા વિહરી રહ્યા !
– – – જૈનશાસનના જયજયકાર જગવવાપૂર્વક દંડનાયક વિમલની કીર્તિકથાનેય ફેલાવતી એ સંઘયાત્રા આગળ ને આગળ વધતી જ્યારે આબુનાં શિખરોનું દર્શન મેળવવા બડભાગી બની, ત્યારે દંડનાયકનું દિલ અનેરી આનંદની લાગણીઓથી ઊભરાઈ ગયું. એ લાગણીની લહેરો ત્યારે તો ગગનને ચુંબતી ગતિએ નાચી ઊઠી, જ્યારે સંઘયાત્રા આબુના એ ગિરિપથને ઓળંગીને આગળ વધી રહી ! આ નૃત્યના રહસ્યની માત્ર બે જ જણા પાસે જાણકારી હતી : એક પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરિજી અને બીજા દંડનાયક વિમલ !
અનેકાનેક મનોરથો સેવતા દંડનાયક વિમલ એ ગિરિપથ વટાવીને જીરાપલ્લી પહોંચ્યા. ત્યાં તો અદ્ભુત માનવમેળો રચાયો અને અનોખી શાસન પ્રભાવનાના શંખ ત્યાં બજી ઊઠ્યા. શ્રી ધર્મઘોષસૂરિજીની વિહારદિશા જુદી હોવાથી, જરૂરી માર્ગદર્શન મેળવીને, એક વહાલસોયા ધર્મપિતાથી વિખૂટા પડવા જેવી વેદના અનુભવતા વિમલ દંડનાયકની સંઘયાત્રા પાટણ તરફ પાછી ફરી. પાછા વળતાં આરાસણ-કુંભારિયા થઈને પાટણ જવાનો નિર્ણય ક્યારનોય દંડનાયકે લઈ જ લીધો હતો. આ નિર્ણય લેવા પાછળ મહત્ત્વનું કારણ હતું : દૈવીશક્તિની આરાધના !
દંડનાયક વિમલ અર્બુદાચલ પર જે રીતે એ આબુની પૂર્વ જાહોજલાલીની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું વિક્રમસર્જક કાર્ય કરવાના મનોરથો સેવી રહ્યા હતા, એમાં દૈવી શક્તિની સહાય વિના પગલુંય આગળ વધાય એમ નહોતું. એથી અંબિકાદેવીના ધામ ગણાતા આરાસણમાં વિશિષ્ટ આરાધના કરવા દ્વારા એઓ તીર્થોદ્ધારક બનવાની સક્ષમતા મેળવવા માંગતા હતા અને એથી જ તેમણે જીરાપલ્લીથી
૧૦૬ %
આબુ તીર્થોદ્ધારક
Page #119
--------------------------------------------------------------------------
________________
પાછા ફરતાં આ રસ્તો સ્વીકાર્યો હતો. એઓ એક દિ, આરાસણમાં આવી પહોંચ્યા. અને અઠ્ઠમના પ્રત્યાખ્યાનપૂર્વક, જૈનશાસનની પ્રભાવનાના મુદ્રાલેખ સાથે, પલાંઠી લગાવીને એઓ ધ્યાનમાં બેસી ગયા. એ પલાંઠી એવી મજબૂત હતી કે, ગમે તેવી લાઠીની બીક પણ એને ચલિત કરવા સમર્થ ન હતી. મુખ્યત્વે અંબિકાદેવીને ઉદેશીને પ્રારંભાયેલી એ આરાધનાના ત્રીજા દિવસની રાતે એકાએક વાતાવરણે પુણ્ય પલટો લીધો :
પવનની પાંખ પર બેસીને આવેલા પ્રચંડ પ્રકાશ અને પરિમલે એ સાધનાભૂમિમાં અવતરણ કર્યું, એથી ઘોર અંધકારની વચ્ચે એ સાધનાભાગ મલક મલક મરકી રહ્યો. અને વાતાવરણ સુગંધથી સભર બની ઊડ્યું. દંડનાયક વિમલ તો પથ્થરમાં કંડારેલ શિલ્પની અદાથી નિશ્ચલ જ હતા. ત્યાં તો એમની સમક્ષ એક શક્તિનું પ્રાગટ્ય થયું. જાણે વીણા વાગતી હોય, એવી અનુભૂતિ કરાવતી વાણી એ શક્તિના મોમાંથી રેલાઈ રહી : વિમલ ! માગ, જે જોઈએ એ માગ ! હું અંબિકા દેવી આજે તારી પર ફરી વાર સંતુષ્ટ થઈ છું, આબુના તીર્થોદ્ધારમાં તો હું તને સહાયક થવાની જ છું. માટે એ સિવાય તું બીજું કંઈ માંગે, એમ હું ઇચ્છું છું.
દેવી મા ! આ સિવાયનું મારે બીજું જોઈએ પણ શું ! આબુનાં શિખરો પર જૈનશાસનનો જયધ્વજ રોપવા સિવાયની કોઈ ઇચ્છા મારા મનમાં અસ્તિત્વ ધરાવતી નથી !'
શ્રી અંબિકા દેવીએ કહ્યું : જે માગણ નથી બનતો, એને બેવડું દાન મળે છે. હું તને “સિંહનાદ'ની એવી શક્તિનું પ્રદાન કરું છું કે, જેના પ્રભાવે સિંહના દર્શને હરણિયાનાં ટોળાં જીવ લઈને પલાયન થઈ જાય, એમ શત્રુઓ તારાથી થરથર કંપતા ક્યાંય ભાગી જશે !
દંડનાયક વિમલ ઊભા થયા અને અંબિકાદેવીના પગ પકડી લઈને ધન્યતા અનુભવી રહ્યા. થોડી પળો પછી મસ્તક ઊંચું કરીને એમણે આંખ ખોલી. તો બીજી એક દૈવી શક્તિનું દર્શન થયું. એઓ મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૦૭
Page #120
--------------------------------------------------------------------------
________________
કંઈ વિચાર કરે, ત્યાં તો ઝાંઝણના ઝણકારા જેવા ૨વથી વાતાવરણમાં સ્વરમાધુરી બિછાવતો રણકાર સંભળાયો : વિમલ ! હું પદ્માવતી છું અને તારી પર આજે પ્રસન્ન થઈ છું. બોલ, તારી ઇચ્છા શી છે ? માંગવામાં તને દેર થશે, પણ આપતાં હું દેર નહિ કરું !
દંડનાયક વિમલના આશ્ચર્યનો તેમજ આનંદનો પાર ન રહ્યો. એઓ બોલ્યા : અર્બુદાચલને નાના પાયા પર વિમલાચલ જેવી કીર્તિનું પુનર્દાન કરવાના મારા મનોરથો છે. આ મનોરથમાં ગતિ પૂરવા માટે આપના આશીર્વાદના અજોડ અશ્વો મેળવવા મેં આ સાધના આરંભી છે.
પદ્માવતી દેવીએ કહ્યું : આ કાર્ય કાંઈ તારા એકલાનું જ નથી. આ પુણ્યકાર્ય તો અમારું પણ છે. અર્બુદાચલને તું જ્યારે વિમલાચલ બનાવવા કટિબદ્ધ બનીશ, ત્યારે અમે તારી સહાયમાં જ હોઈશું. માટે તું એવું કંઈક માગ કે, જેમાં તારો લાભ સમાયેલો હોય !
વિમલે નમ્રતાથી કહ્યું : મા પદ્માવતી ! અત્યારે મારી નજર લાભ તરીકે આ જ મનોરથોને નિહાળી શકે છે. બીજો કોઈ લાભ આ નજરને દેખાતો જ નથી. અને આમાં તો આપ સહાયક થવાનાં જ છો, પછી મારે બીજું શું માગવાનું બાકી રહે ?
પદ્માવતીએ કહ્યું : વિમલ ! જે ત્યાગે એને આગે ! આ કહેવત સાંભળી છે ? દેવદર્શન અમોઘ હોય છે. એથી હું તારા કાંડામાં અને કાળજામાં એવા બળ-કળનો અનુપાત કરું છું કે, તને કોઈ કદી જીતી નહિ શકે અને તું જ્યાં જઈશ, ત્યાં જીત મેળવ્યા વિના નહિ જ રહે !
વિમલ પદ્માવતીદેવીના ચરણમાં નમી પડ્યા. થોડી પળો બાદ એમણે મસ્તક ઉઠાવ્યું, તો ત્રીજી એક દૈવી શક્તિ એમની ભક્તિથી ખેંચાઈને ત્યાં હાજરાહજૂર બની હતી. કોયલના ટહુકાર રેલાવતી એ શક્તિને વાચા ફૂટી :
‘વિમલ ! તારી ભક્તિની શક્તિથી ખેંચાઈને અહીં આવેલી હું ચક્રેશ્વરી છું. તને કંઈક આપવા હું અહીં આવી છું. તું તારું ભિક્ષાપાત્ર લંબાવ !'
આબુ તીર્થોદ્ધારક
૧૦૮
Page #121
--------------------------------------------------------------------------
________________
વિમલના ભિક્ષાપાત્રને ભક્તિ સિવાય કોની ભૂખ હોય ? ત્યાં કદી ભિખારીવેડા જોવા મળે ખરા ? લંબાયેલા એ ભિક્ષાપાત્રને જોઈને ચક્રેશ્વરીએ કહ્યું : વિમલ ! આબુને તીર્થ બનાવવાનું તારું સ્વપ્ન સાકાર થાય, એમાં વગર કહ્યે મદદ કરવાની ભક્તિ શું અમારામાં નહિ હોય ! માટે આ સિવાય બીજું કઈ માગ.
વિમલનો જવાબ એ જ હતો : મા ચક્રેશ્વરી ! ચિંતામણિ મળી જાય, પછી માંગવાનું બીજું શું બાકી રહે ! મારી મનોકામના આ જ છે.
ચક્રેશ્વરીએ કહ્યું : માગણને બિંદુ જેટલું આપવામાંય થકાવટ અનુભવાતી હોય છે અને નિસ્પૃહના આંગણે સંપત્તિના સિંધુ ઠાલવ્યા પછી પણ એવો અનુભવ થતો હોય છે કે, આપી આપીને મેં હજી આટલું જ આપ્યું ! વિમલ ! તું નિસ્પૃહ જ રહેવા માગતો હોય, તો મારી પ્રસન્નતા તારા લક્ષ્મીભંડારો પર એવો હાથ ફેરવી જાય છે કે, એ કદી ખૂટશે જ નિહ ! જેમ એમાંથી વપરાશ વધશે, એમ એમાં આવક વધશે ! મારું તને વરદાન છે.
વિમલે ઊભા થઈને ચક્રેશ્વરીદેવીના ચરણ પકડી લીધા. થોડી પળો બાદ એ જ્યારે ઊભા થયા અને એમની દૃષ્ટિ ખૂલી, ત્યારે આસપાસ જે આભામંડળ રચાયું હતું, એને વર્ણવવા એમની પાસે વાણી નહોતી, એને આલેખવા એમની પાસે અક્ષરો નહોતા અને એને ચિત્રાંકિત કરવા એમની પાસે રંગો નહોતા.
આબુ ઉપર જે સ્વપ્નસૃષ્ટિનું અવતરણ કરાવવાની ભાવનાની ભાગીરથી હેલે ચડી હતી, એની પૂરી પૂર્વભૂમિકા રચાઈ ગયાના સંતોષ સાથે દંડનાયક વિમલ જ્યારે આ સાધનાભૂમિમાંથી ઊભા થયા, ત્યારે મધરાત મંદ મંદ ગતિએ આગળ વધી રહી હતી. આ સિદ્ધિને વધાવવા ત્યારે જાણે આકાશી સુંદરી તારલાઓથી ભરેલા થાળને લઈને, અને ચંદ્રનો કળશ હાથમાં રાખીને પ્રકાશનો અભિષેક કરવા થનગની રહી હતી.
મંત્રીશ્વર વિમલ
૧૦૯
Page #122
--------------------------------------------------------------------------
________________
દંડનાયક વિમલની પ્રતીક્ષામાં એમનો અંગત પરિવાર ત્રણ ત્રણ દિવસથી ખડે પગે ઊભો હતો. ત્રીજા દિવસની આ મધરાતે તો એમને ખાતરી જ હતી કે, સિદ્ધિની વરમાળા પહેરીને દંડનાયક આવવા જ જોઈએ ! પ્રતીક્ષા પછીની પ્રાપ્તિ કેટલી પ્રસન્નતાદાયક હોય છે, આની અનુભૂતિ કરતા સૌ એકઠા થયા, ત્યારે આજે પહેલી જ વાર દંડનાયકે પોતાની સાધનાની પૃષ્ઠભૂમિ ખુલ્લી કરી. શ્રીદેવી આદિ પરિવારે દંડનાયકની ભાવનાને વધાવતાં કહ્યું કે, આપણે ખરેખરાં ભાગ્યશાળી કે, આપણી લક્ષ્મી આબુની ગિરિટોચે રાત-દિવસ ખુલ્લી પડી રહેશે, અને દેવાલયોના રૂપમાં પરિવર્તન પામીને પ્રેક્ષકોને લક્ષ્મી છોડવાનું પ્રેરણાગાન, જેનો સીમાડો આંકી જ ન શકાય, એટલા સમય સુધી એ લલકારતી જ રહેશે.
આરાસણનો ત્યાગ કરતી વખતે બીજા દિવસની પ્રભાતે પોતાના મનની મંજુષામાં ભાવનાના ભાતીગળ રત્નાલંકારો લઈને દંડનાયક વિમલ યાત્રિકો સાથે પાટણની દિશા તરફ આગળ વધી ગયા. દિવસો વીતવા માંડ્યા, એમ પાટણ નજીક આવવા માંડ્યું ! અંતે એ દિવસ પણ આવી પહોંચ્યો કે, જયારે પાટણના દરવાજે દંડનાયક વિમલ આવી ઊભા, ત્યારે એમને સત્કારવા ખુદ ભીમદેવ હાજર હતા અને એમના પગલે પગલે પાટણનો માનવ-મહેરામણ વિમલને વધાવવા આવી રહ્યો હતો !
૧૧૦
આબુ તીર્થોદ્ધારક
Page #123
--------------------------------------------------------------------------
________________
C
ET BITTY
પરિસ્થિતિનું પર્યાવલોકન
N
૧૨
મહાસાગરની જે જળરાશિ પોષ મહિને પણ તાગ ન પામી શકાય, એવી અગાધ હોય, એનો તાગ વૈશાખ મહિને ભરતીની પળોમાં તો કોણ પામી શકે ? દંડનાયક વિમલના જીવનની ભાગોળે લહેરાઈ ઊઠેલો કીર્તિ સાગર આમેય અમાપ-અગાધ હતો. એમાં વળી એમણે સંઘયાત્રા દ્વારા અનેકાનેક જીવોને ધર્મયાત્રામાં જોડ્યા અને વધારામાં વળી શ્રી અંબિકાદેવી, શ્રી પદ્માવતીદેવી અને શ્રી ચક્રેશ્વરીદેવી.
આ શક્તિ-ત્રિવેણીનું, ભક્તિથી એ ભોમ પર અવતરણ થયું, પછી તો એ કીર્તિસાગરની અગાધતા અજોડ અને અનુપમેય બને, એમાં આશ્ચર્ય શું હતું ?
Page #124
--------------------------------------------------------------------------
________________
મહમંત્રી નેઢના માથે તો વિશિષ્ટ જવાબદારીઓ હતી, એથી એઓ સંઘયાત્રામાં સામેલ નહોતા થઈ શક્યા. આ કારણે એક દિવસ એકાંત મેળવીને દંડનાયક વિમલે શક્તિ-ત્રિવેણીના અવતરણ સુધીની તમામ વિગત રજૂ કરીને કહ્યું : વડીલબંધુ ! આમ આપણાં ભાગ્ય બંને રીતે અણધાર્યા અને એકસાથે ખૂલી ગયાં છે. એથી આપણા સૌની જવાબદારી પણ હવે વધી જાય છે, મારી ભાવના તો હવે વહેલી તકે આબુની ગોદમાં પહોંચી જઈને તીર્થોદ્ધારના વિરાટ કાર્યના શ્રી ગણેશ કરવાના છે. પણ અહીં આવ્યા બાદ અહીંની જે પરિસ્થિતિનું મેં પર્યાવલોકન કર્યું, એની પરથી એમ લાગે છે કે, આ કાર્યારંભનો કાળ હજી પાક્યો નથી !
“એટલે ?” મહામંત્રી નેઢના આ સાશ્ચર્ય પ્રશ્નનો જવાબ વાળતાં દંડનાયક કવિ વિમલે કહ્યું : ગુર્જર રાષ્ટ્ર અત્યારે જે ઝડપથી વિકાસની અને વિખ્યાતિની વાટે હરણફાળ ભરી રહ્યું છે, એના પ્રત્યાઘાત રૂપે ઘણાં ઘણાં રાષ્ટ્રો આપણી સામે યુદ્ધ જાહેર કરવાના બ્હો ઘડી રહ્યાં છે, કદાચ એવું પણ થાય કે, એકી સાથે ચારે સીમાડા સંગ્રામ જાહેર કરવા દ્વારા ગુજરાતને મૂંઝવી મારીને, આપણી હિંમત હારી લેવાનો પણ ભૂહ ગોઠવે ! આમાંય સૌથી મોટો ભય તો માલવ મંડલનો છે. માલવા કઈ ઘડીએ પોતાના સંગ્રામની સુરંગનું મોં ગુજરાત તરફ ફેરવે, એ કહેવું મુશ્કેલ છે. અને રાજા ભીમદેવ તો હજીય પોતાના કાકા અને પિતાનું થયેલું અપમાન ભૂલી શક્યા નથી. કાશીની યાત્રા કાજે માલવામાં થઈને આગળ વધતાં શ્રી દુર્લભરાજ અને શ્રી નાગરાજના માર્ગમાં માલવપતિ મુંજે અપમાનમૂલક જે અવરોધ ઊભો કર્યો હતો, એની સ્મૃતિ થતાં આજે પણ ભીમરાજનું હૈયું એ વેરની વસૂલાત લેવા બળવો પોકારી ઊઠે છે. એથી માલવા જો ગુજરાતને લડાઈ માટે લલકારે, તો મને ચોક્કસ ખાતરી છે કે, ભીમદેવ પળનોય વિલંબ કર્યા વિના તોફાની સાગરની ભરતી જેવી ગતિથી માલવને ઘેરી લે.
૧૧૨ આબુ તીર્થોદ્ધારક
Page #125
--------------------------------------------------------------------------
________________
દંડનાયક વિમલની કુશાગ્ર બુદ્ધિને પાટણમાં આવતાંની સાથે જ પરિસ્થિતિનું પર્યાવલોકન કરી લઈને તારણ કાઢી લીધું હતું. તાપણું કરવા બેસતી વખતે જો અગ્નિથી બહુ દૂર જતા રહીએ, તો ટાઢને ઉડાડતી ઉષ્મા ન મળે, જો બહુ નજીક બેસીએ, તો એ અગ્નિ ક્યારેક ભરખી ગયા વિના ન રહે ! તાપણાથી બહુ દૂર પણ ન રહેવાય અને બહુ નજીક પણ ન જવાય ! બરાબર આ જ રીતે દુર્જનો સાથે વર્તવું પડતું હોય છે.
મંત્રી નેઢે કહ્યું : આપણો પુણ્યપ્રતાપ જેમ વધતો રહે છે, એમ આપણા વિરોધીઓના અંતરમાં અસૂયાનો અંધકાર વધુ ને વધુ ફેલાતો જાય છે, બરાબર ઘુવડ જેવી એમની દશા છે. એથી આપણો તેજોવધ કરવાના પ્રયાસોમાં એ જેમ જેમ પાછા પડતા જાય છે, એમ એમ હાર્યા જુગારીની જેમ બમણા દાવ નાખીને બગડેલી બાજીને સાજી બનાવી લેવાની એમની ધુતારી મનોદશા વધુ સક્રિય બનતી જાય છે. પણ રાજવી ભીમદેવનો સાથ ન મળતાં, એ સક્રિયતા ઉપરથી ઊલટું પરિણામ આણવામાં નિમિત્ત બની જાય છે અને આપણા પુણ્યપ્રતાપનો ફેલાવો વિસ્તાર પામતો જાય છે.
દંડનાયક વિમલે ટૂંકો જવાબ વાળતાં કહ્યું કે, માટે જ ઈર્ષાથી અળગા રહેવાનો ઉપદેશ અપાય છે : આ એક એવો વિચિત્ર અગ્નિ છે કે, જે પેટાયા પછી લગભગ બુઝાતો જ નથી અને પોતાના આધારને હંમેશાં બાળ્યા કરે છે. સામાની સંપત્તિ આ અગ્નિને વધારવા ઘી બની જાય છે, અને સામા પર ત્રાટકતી વિપત્તિ પણ પાણી બનીને એ આગને ઠારી શકતી નથી. ત્યારે એ એમ જ વિચારે છે કે, વિપત્તિનું આ પ્રમાણ વધે તો સારું !
જૈન તીર્થ તરીકે આબુને જ્વલંતતા આપવા અંગેની થોડીઘણી વિચારણા કરીને મંત્રીશ્વર ને દંડનાયક છૂટા પડ્યા, કારણ કે મધ્યાહ્નની જિનપૂજાના સમયસૂચક ડંકા વાગી ચૂક્યા હતા !
મંત્રીશ્વર વિમલ
૧૧૩
Page #126
--------------------------------------------------------------------------
________________
માતા વી૨મતિ જીવનસાગરનો ઠીક ઠીક પ્રવાસ ખેડી ચૂક્યાં હતાં. એથી એઓ દિવસનો ઘણોખરો સમય ધર્મારાધનામાં જ વ્યતીત કરતાં હતાં. પુત્રવધૂઓ તરીકે ઘરમાં આવેલ ધનશ્રી અને શ્રીદેવી. આ બે સ્ત્રી રત્નો દરેકેદરેક વાતમાં કુશળ હતાં, એથી ઘરની કોઈ ચિંતા વીરમતિને સતાવે એમ ન હતી. બે દીકરાઓને જે માન-સન્માન મળી રહ્યાં હતાં, એ જરૂર માતાનું હૃદય ધરાવતી વીરમતિને ગૌરવાન્વિત બનાવે એવાં હતાં, પણ એ ધર્મમાતાને મન તો આ માન-સન્માનની ઝાઝી કિંમત નહોતી. આ પદના માધ્યમે પોતાના બે દીકરાઓ જે ધર્મપ્રભાવના કરતા હતા, એ જ એમને મન મહત્ત્વની વાત હતી.
વીરમતિ એક નારી હોવા છતાં એમની નજરમાં દૂરંદેશી અને હૈયામાં હિંમતનો વારસો હતો. એથી પોતાના દીકરાઓને મળી રહેલા માન-સન્માનનાં બીજા પાસા રૂપે નેઢ અને વિમલ તરફ હંમેશાં ઈર્ષાગ્નિ ઠાલવતી રહેતી વ્યક્તિઓ-શક્તિઓથી પણ એ પૂરેપૂરાં પરિચિત હતાં. એથી દીકરાઓના જીવનની સુરક્ષાની દૃષ્ટિએ કોટ-કિલ્લા જેવાં જે ચણતર જરૂરી હતાં, એના માનસિક ચિત્રની રૂપરેખા નક્કી કરીને વીરમતિએ એક દહાડો દીકરાઓ સમક્ષ દિલ ખોલતાં કહ્યું :
“તમારા પિતાજી જ્યારે મંત્રી હતા, ત્યારના ને અત્યારના વાતાવરણ વચ્ચે જે વિરાટ અંતર છે, એથી તો તમે પરિચિત જ છો, એથી આ અંગે મારે કશું કહેવાનું રહેતું નથી. ત્યારે આ ઘરના માથે એકલા ‘મંત્રીપદ’ની સુરક્ષાની જવાબદારી હતી, આજે ‘મંત્રીપદ’ની સાથે ‘દંડનાયક'ના પદની સુરક્ષાની જવાબદારી પણ આ મકાનના માથે છે અને મને લાગે છે કે, આ જવાબદારી સુપેરે અદા કરવા આ મકાન, કાયાપલટની અપેક્ષા રાખે, એ વધુ પડતું ન ગણાય.'
નેઢ મંત્રી અને વિમલ દંડનાયક માતાના આટલા ઇશારા પરથી બધું સમજી ગયા. એમણે કહ્યું : આપની વાત સાચી છે. રીઝેલા રાજાઓ ક્યારે ખીજે, એ કહેવાય નહિ અને ઇર્ષાળુઓનો તો ક્યારેય
આબુ તીર્થોદ્ધારક
૧૧૪
Page #127
--------------------------------------------------------------------------
________________
દુષ્કાળ પડતો જ નથી ! આ દૃષ્ટિએ આ ઘરની ‘કાયાપલટ’ અંગે અમે વિચારી રહ્યા હતા, ત્યાં આપનું સૂચન મળતાં અમે વધુ ઉપકૃત થયા છીએ. આપ નિશ્ચિંત રહેશો, નવું મકાન અમે એ રીતનું કરાવવા માંગીએ છીએ કે, જે આપણા વૈભવને અનુરૂપ હોય, જેમાં ભવ્ય ગૃહ-મંદિર હોય, સાધર્મિકોની સારી રીતે ભક્તિ થઈ શકે, એવી સગવડતા હોય, પાટણની પ્રતિષ્ઠા જે વધારે એવું હોય તેમજ સુરક્ષાના તમામ પાસાનો જેમાં ખ્યાલ રખાયો હોય, એવું નવું મકાન તૈયાર કરાવવાની અમારી ધારણા છે.
માતા વીરમતિએ જરૂરી સૂચનાઓ આપીને દીકરાઓની દૂરંદેશી અંગે સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો અને થોડા જ દિવસોમાં શુભ મુહૂર્તો નવા મકાનનું કામકાજ ધમધોકાર શરૂ થઈ ગયું ! આ નિર્માણનો પ્રારંભ ગૃહમંદિરથી કરવામાં આવ્યો ! જેમની ઉપર રાજાના ચાર હાથ હોય અને પ્રજા જેમને પોતાના પ્રેમની પાલખીમાં પધરાવીને ફરવામાં ગૌરવ અનુભવતી હોય; તદુપરાંત અંબિકાદેવી, પદ્માવતીદેવી અને ચક્રેશ્વરીદેવીની કૃપાત્રયીનાં કિરણો જેમના માર્ગને અજવાળી રહ્યાં હોય, એવા મંત્રી-દંડનાયકના મહેલના આગળ વધતા નિર્માણમાં શી ખામી હોય ? દિવસો વીતવા માંડ્યા, એમ એ નિર્માણ- કાર્ય વેગ પકડતું ચાલ્યું.
એ મંત્રણા-ખંડમાં ભાગ લઈ રહેલા તમામેતમામના ચહેરા પર ગંભીરતાની રેખાઓ અંકિત થયેલી હતી. મહારાજ ભીમદેવની અધ્યક્ષતામાં પ્રારંભાયેલી એ મંત્રણામાં મંત્રીશ્વર નેઢ, દંડનાયક વિમલ, સેનાપતિ સંગ્રામસિંહ, દામોદર મહેતા, નગરશેઠ શ્રીદત્ત શ્રેષ્ઠી આદિ ઘણાખરા અગ્રગણ્યો જોડાયા હતા. વિચારણનો વિષય હતો : અવંતિપતિ ભોજ તરફથી આવેલી એક ગાથા !
આમ તો ત્યારે ગુર્જર અને માલવ વચ્ચે સંધિના કોલકરારનું પાલન થઈ રહ્યું હતું, એથી યુદ્ધનો પ્રશ્ન ઉપસ્થિત થવાની તો સંભાવના
મંત્રીશ્વર વિમલ
૧૧૫
Page #128
--------------------------------------------------------------------------
________________
નહોતી, પણ આવી શાંત પરિસ્થિતિમાં એ કાળે કરાર-ભંગ કરવાની પૂર્વભૂમિકા સર્જવા માટે દૂતો દ્વારા એવી સંસ્કૃત ગાથાઓ મોકલવામાં આવતી, જેમાં સામી સત્તા તરફ કટાક્ષો કરાયા હોય ! આવા કટાક્ષબાણો છોડવા દ્વારા શત્રુપક્ષની સભાનું પાંડિત્ય તેમજ પરાક્રમના પાણીનું માપ કાઢી લેવાનો પણ પ્રયાસ સિદ્ધ થતો !
મંત્રણાસભાની ગંભીર શરૂઆત કરતાં દંડનાયક વિમલે કહ્યું : અવંતિપતિ ભોજ તરફથી એક દૂત આવ્યો છે, એની સાથે ભોજરાજાએ એક ગાથા પાઠવી છે, ગુર્જરપતિ ભીમદેવ તરફનું અપમાન એના શબ્દ શબ્દમાંથી ધ્વનિત થાય છે. આ શ્લોક કઈ પરિસ્થિતિ સરજવા પાઠવવામાં આવ્યો છે, એ તો સૌ કોઈ સમજી શકે એમ છે. અત્યારના સુલેહ-સંધિના શાંત સરોવરને ડહોળવા શિલાના ઘા રૂપે આવી પડેલો આ શ્લોક ગુર્જર રાષ્ટ્ર માટે જે આહાન કરવા માંગે છે, એનો વિચાર અત્યારે કરવાની જરૂર નથી. અત્યારે તો આ શ્લોકના જવાબ રૂપે જે પ્રતિ-શ્લોક પાઠવવાનો છે, એ અંગે વિચારવા જ આપણે સૌ ગુર્જરપતિની અધ્યક્ષતામાં એકઠા થયા છીએ.
વિમલે ટૂંકમાં પણ સંપૂર્ણ પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. દામોદર મહેતા આવા અવસરે મૌન રહે ખરા ? એમણે કહ્યું : ભોજનો એ શ્લોક શું કહેવા માંગે છે, એની સૌને પહેલાં જાણ થવી જરૂરી છે, જેથી એનો સણસણતો જવાબ વાળી શકાય.
વળતી જ પળે દંડનાયકે એક લખોટો ખોલ્યો અને એમાંનો સૂતેલા સિંહને જગાડવા જેવો એક શ્લોક સંભળાવવા માંડ્યો :
“ઐરાવણ જેવા હાથીઓની ઘટાના કુંભસ્થળ જેણે પોતાના પંજાથી ક્ષણમાત્રમાં ચીરી નાખ્યા છે, એવા સિંહરાજને માટે હરણિયાઓ સાથે સંધિ પણ શોભતી નથી, સંગ્રામ પણ શોભતો નથી. કારણ કે સંધિ અને સંગ્રામ : આ બંને પણ સરખેસરખા બળિયા વચ્ચે જો હોય, તો જ શોભે છે !'
૧૧૬ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #129
--------------------------------------------------------------------------
________________
ભોજનું આ કટાક્ષ-બાણ સૌના કાળજાને વીંધી ગયું અને સૌ સમસમતા બોલી ઊઠ્યા કે, ગુજરાતને હરણિયા જેવું સમજનારા એ ભોજને ભાન નથી કે, માત્ર સિંહનું ચામડું ઓઢી લેવાથી ગધેડો સિંહ બની શક્તો નથી. એ સિંહને આપણે મેદાનમાં તાણી લાવીને બતાવી આપવું જોઈએ કે, તે માની લીધેલા આ ગુજરાતી હરણિયા હાથી કરતાંય કેટલા બધા વધુ બળવાન છે ! ગુજરાત પાસે બળ-કળ ધરાવતા વણિકો ઉપરાંત વીરોની કેવી તાકાત છે, એ બતાવી આપવાનો અવસર પૂરો પાડતી આ ગાથાનો એવો સણસણતો જવાબ વાળવો જોઈએ કે, જે વાંચીને ભોજનું કાળજું કપાઈ જાય !
વિમલે કહ્યું : આ મંત્રણાસભા બોલાવવાનો હેતુ જ આ છે ! અત્યારે સૌથી પહેલું આપણું કર્તવ્ય અવંતિને જવાબ પાઠવવાનું છે.
મનમાં બાજી રચી રહેલા દામોદર મહેતાએ ધીમે રહીને વાત મૂકી : અવંતિ “વાણિયા' કહીને જેની મશ્કરી ઉડાવે છે, એવા વર્ગનું વલણ-ચલણ ગુજરાતમાં વધ્યું છે એનો જ આ અંજામ છે કે, ભોજ આમ નફ્ફટ થઈને આપણને હરણિયાથીય હલકા ચીતરી શકે છે. આજ સુધી આવો એકેય આક્ષેપ ગુજરાત સામે થયો નથી, આજે પહેલી જ વાર ગુજરાતની આબરૂ આ રીતે ઉઘાડે છોગ લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એની પાછળનાં કારણોનો મૂળગામી વિચાર નહિ કરવામાં આવે, તો ગુજરાતને બોડી-બામણીનું ખેતર સમજીને સૌ ફાવે એવા આક્ષેપ કરવામાં કચાશ નહિ રાખે.
દામોદર મહેતાના દિલનો ડંખ સમજી જતાં શાણા આગેવાનોને જરાય વાર ન લાગી. કેમ કે આ વાત કરતાં કરતાં મહેતા વારંવાર વાંકી નજરે વિમલને જોઈ લેવાનો પ્રયાસ કરતા હતા. ભીમદેવને થયું કે, મહેતા વાતને બગાડી મૂકશે. એથી એમણે કહ્યું કે, આપણે જે માટે ભેગા થયા છીએ, એ વાતની વિચારણામાં આ મુદ્દો સાધક નથી. બાકી વનરાજથી માંડીને આજ સુધી ગુર્જર રાષ્ટ્રને બધી રીતે સમૃદ્ધ બનાવવા વણિકના કળ-બળનું કેવું ચિરસ્મરણીય પ્રદાન રહ્યું છે, એ તો સૌ જાણે મંત્રીશ્વર વિમલ ) ૧૧૭.
માયા
Page #130
--------------------------------------------------------------------------
________________
જ છે, એથી અજુગતી અને અપ્રાસંગિક આ વાતને બાજુ પર મૂકીને આપણે મૂળ મુદ્દા પર આવીએ. બોલો, આનો જવાંમર્દીભર્યો જવાબ કોણ કોણ તૈયાર કરી-કરાવી શકે એમ છે?
આ પ્રશ્નનો જવાબ ગોતવા સૌ એકબીજાનાં મોં જોઈ રહ્યા. થોડી પળો સુધી છવાઈ રહેલા મૌનનો પડદો ઊંચકતાં દંડનાયક વિમલે કહ્યું : મહારાજ ! સૌને કાલ સવાર સુધીની મુદત આપવામાં આવે તો સારું પાટણમાં વિદ્વાન જૈનાચાર્યો અને પંડિતો સિવાય બીજો પણ મોટો વિદ્વદ્વર્ગ છે. એથી ભોજનું માથું ભાંગી નાખે, એવો જવાબ તૈયાર કરવા માટે આટલી મુદત તો ઘણી થઈ પડશે !
આ વાત સૌએ સ્વીકારી લીધી અને મંત્રણાસભા વિસર્જિત થઈ. પાટણના પંડિત વર્ગમાં જાણે યુદ્ધ જેવી ઉત્તેજના આવી ગઈ. કોઈ શબ્દના શરસંધાન કરવા માંડ્યું. કોઈ અનુપ્રાશના આટાપાટા ખેલી રહ્યું, તો કોઈ સાહિત્યના વીરરસને શબ્દોમાં ઢાળવા મથી રહ્યું.
બીજા દિવસની મંત્રણા-સભા સમય કરતાં વહેલી મળી, કારણ કે શાબ્દિક યુદ્ધમાં કોણ વિજયી બને છે એ જાણવાની તાલાવેલીમાં સૌએ માંડ માંડ આટલો સમય પણ પસાર કર્યો હતો. એક પછી એક ગાથાઓ રજૂ થવા માંડી અને વિજય-પરાજય તેમજ આશા-નિરાશાની એ પતંગ-રમત વધુ ને વધુ રસાકસી ભણી ઝડપથી આગળ વધવા માંડી. ભીમદેવ સૌને સાંભળી રહ્યા ! પરંતુ જેના શ્રવણે કાન અને કાળજુ હસી ઊઠે, એવી એક પણ રચના સાંભળવા ન મળતાં અંતે ભીમદેવે કંઈક ઉદાસ બનીને નિર્ણય જાહેર કરતાં કહ્યું : જેને સાંભળવા માત્રથી ભોજ સળગી ઊઠે, એવી આગ કોઈ કાવ્યમાં મને તો જણાતી નથી ! શું પાટણમાં પંડિતો ખૂટી ગયા છે કે વીરરસનો કૂવો સુકાઈ ગયો છે? દંડનાયક વિમલ ! તમે જ કહો કે, લડાઈમાં બુદ્ધાં બાણ ન ચાલે, એમ આ લખોટામાં આવી હાડપિંજર જેવી પ્રાણ વિનાની શબ્દરચના શોભે ખરી ?
૧૧૮ ૬. આબુ તીર્થોદ્ધારક
Page #131
--------------------------------------------------------------------------
________________
દંડનાયક વિમલે વળતી જ પળે કહ્યું : પાટણના પંડિતો તેમજ વીરરસના કૂવા અંગે આપે જે પ્રશ્નો કર્યા, એનો જવાબ તો દામોદર મહેતા જેવા વર્ષોના અનુભવી જ આપી શકે. બાકી હું તો એટલો જવાબ છાતી ઠોકીને આપવા સમર્થ છું કે, પાટણમાં ભલે કદાચ વિદ્વાનો અને વીરરસનો દુકાળ પડ્યો હોય, પણ પાટણના જૈન ઉપાશ્રયોમાં વિદ્વાનો અને વીરરસ : આ બંનેનો જરાય દુકાળ નથી. વનરાજ ચાવડા જેવા રાજવીને આશ્રય આપીને સંસ્કાર-સમૃદ્ધ ગુર્જર રાષ્ટ્રની સ્વપ્નસૃષ્ટિ સેવનારા શ્રી શીલગુણસૂરિજી જેવા જૈનાચાર્યોની એ પરંપરા પાટણમાં અક્ષુણ-પ્રવાહે હજી આજેય આગળ વધતી જ રહી છે ! માટે એ જૈનાચાર્યોની વિદ્વત્તાનો લાભ લઈએ તો કેમ?
નગરશેઠ શ્રીદત્ત, સેનાપતિ સંગ્રામસિંહ આદિ સૌએ હર્ષ સાથે દંડનાયકના આ સ્વરમાં પોતાનો સૂર પુરાવ્યો. વિમલની આ વાણીથી દામોદર મહેતા મનમાં બળી ઊઠ્યા હતા, પણ આની સામે એ કંઈ જ બોલી શકે એમ ન હતા, છતાં એમને ખાતરી હતી કે, પાટણના મોટા મોટા પંડિતો જ્યાં ભીમદેવને પ્રસન્ન બનાવી શક્યા નથી, ત્યાં જૈનઆચાર્યોનું તો શું ગજું કે, આ વાયુદ્ધમાં એઓ વિજેતા બની જાય !
ભીમદેવને દંડનાયકની આ વાત ગમી ગઈ. તરત જ નગરશેઠ આદિ આગેવાનો પાટણમાં બિરાજતા શ્રી ગોવિંદસૂરિજી પાસે જવા રવાના થયા. એમની નિશ્રામાં શ્રી દ્રોણાચાર્ય અને શ્રી સૂરાચાર્ય જેવી પ્રકાંડ પાંડિત્ય ધરાવતી શક્તિઓના હાથ હેઠળ બીજી આવી ઘણી ઘણી શક્તિઓ/વ્યક્તિઓ તૈયાર થઈ રહી હતી. ભીમદેવના સમયમાં “ચૈત્યવાસના પાયામાં પોલાણ પેઠું હતું ખરું. એથી પાટણમાં સાવ સ્થગિત થઈ ગયેલું સુવિહિત સાધુઓનું ગમનાગમન પણ પુનઃ ચાલુ થયું હતું, પરંતુ એ ચૈત્યવાસ' સાવ ઊખડીને નિર્મૂળ નહોતો બન્યો. શ્રી ગોવિંદસૂરિજી આદિ એ “ચૈત્યવાસની જ પેદાશ હતી. એથી નગરશેઠની વિનંતી સ્વીકારીને શ્રી ગોવિંદસૂરિજીએ તરત જ શ્રી મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૧૯
Page #132
--------------------------------------------------------------------------
________________
સૂરાચાર્યજીને કહ્યું કે, ભીમદેવનું તેડું આવ્યું છે. મને વિશ્વાસ છે કે, તમે ફત્તેહ મેળવીને જ આવશો.
નગરશેઠે સામાન્ય પરિસ્થિતિનો ખ્યાલ આપીને પછી કહ્યું કે, મહારાજ ! હવે આ વાયુદ્ધમાં વિજયી બનીને જૈનશાસનનો પણ જયજયકાર ગજવવાનો આ અવસર છે અને એથી અમારા સૌની નજર આપની પર ઠરી છે.
શ્રી સૂરાચાર્યજી તો આશુ-કવિ તરીકે પ્રસિદ્ધ હતા. એથી થોડીઘણી પરિસ્થિતિનો આ રીતે ખ્યાલ ન મળ્યો હોત, તોય ભોજના માથામાં વાગે, એવો પ્રતિ-શ્લોક રચી દેવા એઓ સમર્થ હતા, પછી પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયા બાદની એમની રચનામાં કોઈ ખામી હોય જ શાની ?
ભીમદેવની મંત્રણાસભાને ઝાઝી પ્રતીક્ષા ન કરવી પડી, કયા વિદ્વાનનું આગમન થશે, એની વિચારણા હજી ચાલી જ રહી હતી, ત્યાં તો મેઘ જેવા ગંભીર ધ્વનિથી “ધર્મલાભનો ઘોષ ગજવતા શ્રી સૂરાચાર્યજીએ એ મંત્રણાખંડમાં પ્રવેશ કર્યો. એમનાં દર્શને ભીમદેવ વધુ હર્ષિત બનીને બોલી ઊઠ્યા : અરે ! આ તો મારા ઉપકારી અને સંસારી સંબંધે સગા પણ છે. મેં પહેલેથી જ આમને યાદ કર્યા હોત, તો તો આ પ્રશ્ન ક્યારનોય ઊકલી ગયો હોત !
ભીમદેવે નિદેશેલા સુવર્ણના સિંહાસન પર બેઠક લેતાં શ્રી સૂરાચાર્યજીના હાથમાં લખોટો આપતાં દંડનાયક વિમલે સવિનય કહ્યું : લમણામાં તીરના વેગે વાગે, એવા આનો સણસણતો જવાબ આપ જ આપી શકશો, એવો અમારો સૌનો વિશ્વાસ છે.
શ્રી સૂરાચાર્યજીએ લખોટો વાંચીને હસતાં હસતાં કહ્યું કે, જાતને સિંહ માની લેવાથી સિંહ જેવું સામર્થ્ય આવી જતું હોત, તો જોઈતું હતું શું? તેમજ બીજાને હરણ કહી દેવાથી બીજાની સિંહ-શક્તિ ગાયબ થઈ જતી હોત, તો આજે માલવાની ગુફાઓ સિંહોની ગર્જનાઓથી જ ગાજતી હોત ! ભીમદેવ ! ભોજરાજાને પાઠવવાનો સંદેશ લખી લો કે
૧૨૦ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #133
--------------------------------------------------------------------------
________________
‘વિધાતાએ ભીમનું નિર્માણ અંધકના સંતાનોના સંહાર માટે જ કર્યું છે. જે ભીમે રમત રમતમાં સો અંધકોને યમના મંદિરે પહોંચતા કર્યા, એ ભીમ માટે એક અંધકનો સંહાર કરવો, એ તો કઈ મોટી વાત ગણાય ?’
ભીમદેવ સહિત આખી મંત્રણાસભાએ શ્રી સૂરાચાર્યજીના કટાક્ષ અને કૌવતથી ભરપૂર કાળજાવેધી આ જવાબને એકી સાથે વધાવી લીધો. દામોદર મહેતા જેવા પણ આવી વિદ્વત્તા અને આશુ-કવિતા પર એક વાર તો આફરીન થઈને એ શ્રી સૂરાચાર્યજીને સન્માનની નજરે જોઈ રહ્યા.
આ જવાબમાં જેવી વેધકતા હતી, એવી જ વિદ્વત્તા હતી. અંધક શબ્દનો પ્રયોગ આમાં ખૂબ જ બંધબેસતો હતો. મહાભારતકાલીન ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી ‘અંધક' વિશેષણને એ યોગ્ય હતો, ત્યારે ભીમે પણ અંધકના સો પુત્રોને ખતમ કરી નાંખ્યા હતા. અવંતિપતિ ભોજ પણ અંધક પુત્રના વિશેષણને યોગ્ય હતો, કારણ કે એના પિતા સિંધુલ પણ અંધ હતા. આમ ‘અંધ’ શબ્દ દ્વારા રજૂ થયેલા શ્લોકથી આ કવિતાના શબ્દેશબ્દમાં બાણની વેધકતા, તલવારની તીક્ષ્ણતા અને મર્મ પર ચોંટ પહોંચાડતા કોઈ શસ્ત્ર જેવી માર્મિકતા ખળભળી રહી હતી.
એ મંત્રણા-સભા વિસર્જિત થઈ. સૌના મોઢામાં શ્રી સૂરાચાર્યજી જેવા વિદ્વાનોને જન્મ આપનાર જૈનશાસન ઝળકી રહ્યું હતું. આ શ્લોક એક દહાડો અવંતિપતિ ભોજની સભામાં પહોંચ્યો. એ શ્લોકે અવંતિની એ સભાના રોમરોમને સળગાવી મૂક્યા. પણ ભોજરાજની વિદ્વત્તાએ લીધેલો વિચારવળાંક તો કોઈ અજબ-ગજબનો હતો !
મંત્રીશ્વર વિમલ
૧૨૧
Page #134
--------------------------------------------------------------------------
________________
વિજિગીષાની સામે વિદ્વત્તાનો વિજય
૧૩
CU
અવંતિપતિ ભોજની રાજસભા એ કાળમાં વિદ્વાનોની એક મંડળી ગણાતી. રાજા ભોજની વિદ્વત્તા વખાણવી કે વીરતા વખાણવી, એ મૂંઝવી નાખે, એવો સવાલ હતો. એથી એમની વિદ્વત્તા અને વીરતા
આ બંનેને અજોડ તરીકે ભલભલા શત્રુ રાજાઓ પણ બિરદાવતા. એથી એમની વિદ્વત્ સભાને જીતવામાં ત્યારે ઈડરિયો ગઢ જીતવા કરતાંય વધુ વિક્રમની અપેક્ષા રહેતી.
માલવ પ્રદેશનું ત્યારનું વિખ્યાત નામ ‘અવંતિ’ હતું. બાણું લાખ ગામોના દેશ તરીકે પ્રસિદ્ધ આ
Page #135
--------------------------------------------------------------------------
________________
માલવ માટે ‘રાંકનો માળવો' એમ પણ બોલાતું. એનું રહસ્ય એ હતું કે, માળવામાં કદી દુકાળ ડોકાતો નહિ, એથી આસપાસના દેશોમાં વરસ જ્યારે નબળું હોય ત્યારે માલધારીઓ અને ભરવાડો પોતાનાં ઢોરઢાંખર સાથે માળવામાં ચાલ્યા જતા. માળવાની ધરતી એ પશુઓને ઉદારતાથી ઘાસચારો પૂરી પાડતી.
ગુજરાતની ગાદી પર જ્યારે ભીમદેવનું સામ્રાજ્ય હતું, ત્યારે માલવ દેશની પાટનગરી ઉજ્જયિનીથી ફેરવાઈને ધારા બની હતી, અને ધારાનગરીમાં રાજા ભોજનો પ્રખર સૂર્ય તપી રહ્યો હતો. એમનો ભૂતકાળ ભાગ્યની પ્રબળતા, કર્મની વિચિત્રતા અને રાજપાટની ખટપટ-પ્રધાનતાનો સૂચક હોવાથી ખૂબ જ પ્રસિદ્ધ હતો. ધારેલી ધારણાઓ કઈ રીતે માટીમાં મળી જતી હોય છે અને અણધારેલું કઈ રીતે એકાએક આકાર લઈ લેતું હોય છે, એના હૂબહૂ ચિતાર તરીકે ત્યારે મુંજ-સિંધુલ અને ભોજનાં નામ-ઠામ વિશ્વપ્રસિદ્ધ હતાં.
અવંતિની પાટનગરી જ્યારે ઉજ્જયિની હતી, ત્યારે ત્યાં પરમારવંશીય રાજવી સિંહભટનું રાજ્ય તપતું હતું. એની પટરાણી શૃંગારમંજરીને એકે પુત્ર ન હતો. એનું અંતઃપુર ખૂબ જ વિશાળ હતું. શિકારનો ભારે શોખીન હોવાથી એક વાર એ મુંજના વનમાં શિકારે ગયો. ત્યાં આગળ વધતાં મુંજના પુંજ નીચે એક તેજસ્વી બાળક જોઈને એ એની પર મોહી પડ્યો. અદ્ભુત એનું રૂપ હતું, હજી એ તાજો જ જન્મ્યો હોય, એવું લાગતું હતું. રાજા એ બાળકને ઉઠાવીને છાતી સરસો ચાંપીને બોલ્યા : શૃંગારસુંદરીના પુત્ર તરીકે તને જાહેર કરીને એનું વાંઝિયામહેણું હવે હું જરૂર ટાળીશ.
સિંહભટ મહેલે આવ્યો. નવજાત બાળકને શૃંગારસુંદરીના હાથમાં સોંપતાં એણે કહ્યું : વનદેવની આ ભેટ છે. આને તારા પુત્ર તરીકે જાહેર કરીને હું તારું વાંઝિયામહેણું મિટાવવા માંગું છું. શૃંગારસુંદરી ખુશ ખુશ થઈ. એ જ દિવસે રાજા તરફથી જાહેરાત થઈ કે, પટરાણી
જ
મંત્રીશ્વર વિમલ
૧૨૩
Page #136
--------------------------------------------------------------------------
________________
ગૂઢગર્ભા હતા. એમણે એક પુત્રને જન્મ આપ્યો છે. એનો જન્મોત્સવ રાજ્ય તરફથી ઊજવાશે.
રાજાએ એ બાળકનું નામ મુંજ રાખ્યું. જેથી એની પ્રાપ્તિનો પ્રસંગ ભુલાય નહિ. મુંજ નામક ઘાસના પુંજ વચ્ચે તરછોડાયેલો એ મુંજ ભાગ્યનો બળિયો હતો. એથી એ રાજપુત્ર તરીકે વધવા માંડ્યો. બીજી પટ્ટરાણીએ થોડા મહિના બાદ એક પુત્રને જન્મ આપ્યો. એનું સિંધુલ નામ રાખવામાં આવ્યું.
થોડાં વર્ષો બાદ સિંહભટે પહેલી પટરાણીના પુત્ર મુંજનો રાજ્યાભિષેક કર્યો અને બીજી પટ્ટરાણીના પુત્ર સિંધુલને યુવરાજપદે સ્થાપ્યો. થોડો કાળ વીત્યો. રાજા સ્વર્ગવાસી થયા. મુંજનું પ્રારબ્ધ જોરદાર હતું, એથી સિંધુલ એની ઈર્ષા કર્યા કરતો, ઘણી વાર એ રાજાજ્ઞાની સામો પણ થતો. એક વાર અવસર જોઈને મુંજે એની સંપત્તિ પડાવી લઈને એને દેશનિકાલ કર્યો.
સિંધુલ પાસેથી તો મુંજે બધું લૂંટી લીધું, પણ એનું ભાગ્ય થોડું લૂંટાયું હતું ? સિંધુલ આબુની તળેટીમાં આવેલા કાસÇદ ગામમાં જઈને પલ્લીપતિ બન્યો. એના હાથ નીચે ઘણા ચોરો કામ કરવા લાગ્યા. એક રાતે સિંધુલ આબુ પર ચિત્રકવેલીની શોધ માટે અપૂર્વ સાહસ સાથે નીકળ્યો, ત્યાં વચમાં જ એક વિચિત્ર ઘટના બની.
વચમાં એક પ્રેતભૂમિ આવતી હતી. ત્યાં અપરાધીઓને ફાંસીના માંચડે ચડાવવાનો એક વધસ્તંભ હતો. એની નીચે સૂઈ રહેલા એક મોટા ભૂંડને જોઈને સિંધુલે એની પર બાણ છોડ્યું. એટલામાં જ બાજુમાં પડેલું એક શબ ભયંકર અટ્ટહાસ કરવા માંડ્યું. પણ સિંધુલ જરાય ગભરાયો નહિ, એ શબમાં પ્રવિષ્ટ કોઈ પ્રેતે જ્યારે સિંધુલને બિવરાવવા કરેલા અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે એણે કહ્યું કે, સિંધુલ ! માગ, તને જે જોઈએ એ માગ !તારા સાહસ પર હું સંતુષ્ટ થયો છું.
૧૨૪
આબુ તીર્થોદ્ધારક
Page #137
--------------------------------------------------------------------------
________________
સિંધુલે શબ્દવેધી બાણકલા માગી, પ્રેતે આવી કળા આપવા ઉપરાંત એને ચિત્રવેલી આપીને કહ્યું : તું હવે માલવમંડલમાં જજે. તારું ભાગ્ય જોર કરે છે, ત્યાં તારી સંતતિને અપૂર્વ સામ્રાજ્ય મળશે ! સિંધુલે આ પછી થોડીઘણી સેના એકઠી કરી ને એ માલવમંડલમાં આવ્યો, મુંજરાજને આ વાતની ખબર મળતાં જ એણે સિંધુલને સન્માનભેર તેડાવીને પોતાના રાજ્યમાં સ્થાન આપ્યું. પણ એનો ઉદ્ધત સ્વભાવ હજી ગયો ન હતો. એથી એની શક્તિ ખતમ કરવાના મનસૂબા મુંજ ઘડી રહ્યો. એમાં એક વાર મર્દન-કળાના અદ્ભુત જાણકારો એની પાસે આવ્યા. શરીરના સાંધા ઢીલા કરીને એઓ માણસને મૂચ્છિત પણ બનાવી શકતા. તેમજ એ સાંધા પાછા ઠેકાણે લાવીને સચેતન પણ બનાવી શકતા. - મુંજે મર્દન-કળાના એ જાણકારોને ખાનગીમાં બધી સૂચના આપીને સિધુલની સેવા કરવા મોકલ્યા. એમણે સિંધુલના સાંધે સાંધા ઢીલા કરી નાખીને એને મૂચ્છિત બનાવી દીધો. બરાબર આ જ વખતે સિંધુલની આંખ શસ્ત્ર-પ્રયોગ દ્વારા બહાર કાઢી નાખવામાં આવી અને એ સચેતન બને એ પૂર્વે જ એને કાષ્ટ-પિંજરામાં પૂરી દેવામાં આવ્યો. સાંધા પાછા ગોઠવાઈ ગયા. થોડી વાર પછી એની ચેતના પાછી ફરી. એનું સિંહ જેવું સાહસ ખળભળી ઊઠ્યું. પણ પાંજરામાં પડેલો સિંહ શું કરી શકે ?
થોડા દિવસો વીત્યા, સિંધુલની પત્ની ગર્ભવતી હતી, એણે એક પુત્રને જન્મ આપ્યો. એનું નામ ભોજ ! એની જન્મકુંડલી તૈયાર કરાવાઈ, મુંજ એ કુંડલી જોઈને છક્ક થઈ ગયો. એમાં ભોજના ભાવિ અંગે ફલાદેશ ભાખવામાં આવ્યો હતો કે, આ બાળક પપ વર્ષ, ૭ મહિના અને ૩ દિવસ સુધી દક્ષિણાપથનું એકછત્રી વિશાળ સામ્રાજ્ય ભોગવશે.
આ વખતે ભોજની વય માત્ર આઠ વર્ષની હતી. મુંજને વિચાર આવ્યો કે, આ ભોજ જો જીવતો રહેશે, તો તો મારી વંશપરંપરા મંત્રીશ્વર વિમલ ર૦ ૧૨૫
Page #138
--------------------------------------------------------------------------
________________
રાજ્યાધિકારી નહિ બને, ભોજન ભાગ્યરેખા બળવાન છે, માટે આને મારાઓ પાસે મારી નંખાવીને મારે ઊગતા શત્રુને ડામી જ દેવો જોઈએ.
મુંજે મારાઓને ધનની લાલચ આપીને ભોજની હત્યાનું કાર્ય સોંપ્યું. મારા ભોજને એક જંગલમાં લઈ ગયા. અને મુંજનો આદેશ સંભળાવતાં એઓ રડી પડ્યા. ભોજ ભણેલો હતો. એણે કહ્યું કે, તમારે તો રાજાજ્ઞા જ પ્રમાણ છે ! માટે તમે મારો વધ કરી શકો છો. પણ મારો આટલો સંદેશો રાજાને આપજો. એમ કહીને ભોજે વડના પાંદડા પર, લોહીથી એક સુભાષિત લખી આપ્યું. એમાં લખ્યું હતું કે, મહારાજા મુંજ ! સત્યયુગના અલંકાર સમો રાજવી માંધાતા ચાલ્યો ગયો ! રાવણના સંહારક શ્રી રામચન્દ્રજી પણ આજે ક્યાં જોવા મળે છે. યુધિષ્ઠિરથી માંડીને આપના પિતાજી સુધીના રાજાઓનાં પદચિહ્ન પણ આજે જોવા મળતાં નથી. આ બધા રાજાઓ હાથ ઘસતા ગયા, આમાંથી તસુભાર જમીનને ય કોઈ સાથે ન લઈ શક્યા. પણ મને ચોક્કસ એમ લાગે છે કે, આ ધરતી જરૂર પરભવમાં આપની સાથે તો આવશે, આવશે ને આવશે જ !
આવી નીડરતા જોઈને મારાઓનાં મન પીગળી ઊઠ્યાં. એમણે ભોજને સંતાડી દીધો, અને અળતાના રસથી લેપાયેલી છરી સાથે મુંજ પાસે જઈને એમણે ભોજનો સંદેશો આપતાં કહ્યું કે, મહારાજ ! છરી વડે પોતાના શરીરમાંથી લોહી કાઢીને, એ લોહીથી ભોજે આ સંદેશો લખી આપ્યો છે.
સંદેશો વાંચતાં જ મુંજરાજની આંખમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યા. ગદ્ગદ કંઠે એ બોલ્યા : હાય ! હાય ! રાજ્યના લોભે હું બાળહત્યારો બન્યો ! હવે આવા પાપી જીવનનો ભાર વેંઢારવાથી શું? મને અગ્નિની જ્વાળાઓ સિવાય બીજું કોણ શુદ્ધ કરી શકશે?
મારાઓએ મુંજનું મનપરિવર્તન જોઈને હકીકત રજૂ કરી અને રાજાજ્ઞા થતાં જ ભોજને હાજર કર્યો. થોડા વર્ષ પછી મુંજે ભોજનો
૧૨૬ આબુ તીર્થોદ્ધારક
Page #139
--------------------------------------------------------------------------
________________
રાજ્યાભિષેક કર્યો. એક વાર મુંજના મન ઉપર કર્ણાટક દેશ તરફનાં રાજયો પર વિજય મેળવવાની ધૂન સવાર થઈ. પોતે જેને છ છ વાર જીત્યો હતો, એ કટકાધિપતિ તૈલપદેવ આજે અવંતિની આજ્ઞા સ્વીકારવા તૈયાર ન હતો, એથી એની પર પણ જીત મેળવવાની મુરાદ મુંજે ભોજ સમક્ષ વ્યક્ત કરી. પણ અત્યારે એ યુદ્ધ છેડવા જેવું નહોતું, એથી ભોજે કહ્યું : વધુમાં વધુ ગોદાવરી નદીને ઓળંગીને આગળ વધવાનું સાહસ ન ખેડવાની આપ પ્રતિજ્ઞા સ્વીકારો, તો જ આપને યુદ્ધ માટે જવા દઈશું. કારણ કે આથી આગળ વધવામાં સાર નથી, અને શાણપણ પણ નથી.
મુંજ ભોજ સમક્ષ વચનબદ્ધ બનીને યુદ્ધ માટે નીકળ્યો. રાજ્યો જિતાતાં ગયાં, એમ એની પ્રદેશ-ભૂખ વધતી ગઈ, એથી પ્રતિજ્ઞાનો ભુક્કો બોલાવી દઈને પણ ગોદાવરીની મર્યાદા તોડીને એણે તૈલપદેવની સામે યુદ્ધ જાહેર કર્યું. પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ જેવું જ પરિણામ આવ્યું. એ યુદ્ધમાં મુંજરાજ ભુંડી રીતે કર્ણાટકનો કેદી બન્યો. પણ આ કેદના પડદા પાછળ પ્રેમનું એક વિચિત્ર નાટક થોડા દિવસ બાદ ભજવાવા માંડ્યું.
તૈલપદેવને મૃણાલવતી નામની એક બહેન હતી. એ મુંજ પર મોહિત બની અને થોડા જ દિવસો પછી મુંજ માટે જેલ પણ મહેલ જેવી મજા કરવાનું સ્થાન બની ગઈ ! મુંજ અને મૃણાલવતીનો પ્રેમ એ કેદમાં ગાઢ બનવા માંડ્યો અને બંને વચ્ચે પતિ-પત્નીનો સંબંધ બંધાયો. થોડાં વધુ વર્ષ વીત્યાં. કર્ણાટકની કેદથી મુંજ હવે કંટાળ્યો હતો. એણે ગુપ્ત સંદેશો પાઠવીને, પોતાની મુક્તિનો માર્ગ તૈયાર કરવા અવંતિપતિ ભોજને સૂચવ્યું.
જબરી માયાજાળ રચાઈ. એક ગુપ્ત માર્ગ તૈયાર થયો અને અવંતિના માણસોની સહાયથી મુંજે ભાગી છૂટવાનું નક્કી કર્યું, એની બધી યોજના પણ તૈયાર થઈ ગઈ. પણ મૃણાલવતી સાથે બંધાયેલ સ્નેહના તાણાવાણા લોખંડી બેડી બનીને, મુંજને જકડી રહ્યા, એથી
મંત્રીશ્વર વિમલ
છે ૧૨૭
Page #140
--------------------------------------------------------------------------
________________
કામાંધ બનીને એણે મૃણાલવતીની આગળ બધો ભેદ ખોલી નાખીને જાણે પોતાના કમોતને જ નોતર્યું ! મૃણાલવતીએ સ્ત્રી-સુલભ માયાના દાવ નાખતાં કહ્યું : મુંજ ! તમને છોડવા હું તૈયાર નથી, ભલે આ જન્મભૂમિ છોડવી પડે. પણ થોડી વાર થોભો. હું અલંકારોનો મારો એક દાબડો લઈ આવું.
કામાંધ મુંજ ભાન ભૂલ્યો, એણે થોડો એ વિલંબ સ્વીકારી લીધો. મૃણાલવતી સીધી જ પોતાના ભાઈ તૈલપદેવ પાસે પહોંચી ગઈ, એણે રહસ્યનો ભાંડો ફોડતાં કહ્યું : શું આમ જંપીને બેઠા છો ! મુંજ ભાગી છૂટવા તૈયાર થયો છે, મુક્તિનો માર્ગ તૈયાર થઈ ગયો છે. માટે દોડો અને મુંજને પકડી પાડો !
તૈલપદેવની સેના છૂટી અને મુંજના બધા મનોરથ માટીમાં મળી ગયા. એની પર તૈલપદેવની આંખ વધુ તરડાઈ. એમણે હુકમ કર્યો : મુંજ ! મારી સામે માયા ! હવે તું નહિ છટકી શકે ! તારી પરનાં બંધનો હવે મજબૂત બનશે ને શેરીએ, ઘરે ઘરે તારી આબરૂના લીરેલીરા ઊડે, એ માટે હાથમાં ચપ્પણિયું પકડાવીને તને ભીખ મંગાવીશ, ત્યારે જ મને શાંતિ મળશે. તે છટકવા છટકું ગોઠવ્યું, એથી સાત દિવસ તને ભૂખ્યો મારીશ અને પછી ભીખ મંગાવીશ.
પોતાના ભાઈ સિંધુલને એક વાર કેદ કરનાર મુંજને હવે ધોળે દહાડે તારા દેખાવા માંડ્યા, એ વિચારી રહ્યો કે, મારું પાપ જ મને નડ્યું ! એમાં વળી વધારામાં હું કામાંધ બન્યો, એથી પાપનો એ સાપ હવે સાતફણો બનીને મને ડંખવા આવ્યો છે ! હાય ! જો મેં સિંધુલને કેદ ન કર્યો હોત, અને ભોજની સમક્ષ કરેલી પ્રતિજ્ઞાનો ભંગ ન કર્યો હોત, તો મારે આ દુ:ખના દહાડા જોવાનો વખત આવત ખરો? - સાત દિવસના ઉપવાસ પછી હાડપિંજરમાં પલટાઈ ગયેલા મુંજની ફજેતીના ફાળકા થવા શરૂ થયા. ચારે તરફ ખુલ્લી સમશેરો સાથે ઘેરાયેલો મુંજ હાથમાં ચપ્પણિયું લઈને ઘરે ઘરે ભીખ માટે આજીજી
૧૨૮ ૯૬ આબુ તીર્થોદ્ધારક
Page #141
--------------------------------------------------------------------------
________________
ગુજારી રહ્યો. મુંજના ચપ્પણિયામાં એંઠવાડ નાખનારા લોકો પણ એના અંગેઅંગમાં આગ પેટાઈ જાય, એવાં વાંકાં વેણ સંભળાવીને ઘા પર મીઠું ભભરાવવા લાગ્યા. આ રીતે મહિનાઓ નહિ, વર્ષો વીતી ગયાં. મુંજને થયું કે, આવું દુઃખ તો નરકમાં પણ નહિ હોય !
એક દિવસ પ્રધાનોએ તૈલપદેવને કહ્યું : મહારાજ ! હવે ખમૈયા કરો. મુંજની આબરૂ ઘણી લૂંટી. માટે કાં હવે એને પહેરામણી આપીને માલવાના મંદિરે મોકલી આપો, કાં ફાંસીએ ચડાવીને મૃત્યુના મંદિરે મોકલી આપો. તૈલપદેવનું હૈયું હજી વેરની વસૂલાત લેવાના ખુન્નસથી ખળભળતું જ હતું. એ બોલ્યા : મુંજને વળી પહેરામણી કેવી? એના ગળામાં ફાંસીના ફાંસલા સિવાય શોભે એવું આભૂષણ મને તો બીજું કોઈ જ દેખાતું નથી. માટે એને ફાંસીને માંચડે ચડાવીને એના માથે દહીં ચોપડજો, જેથી કાગડાઓ ચાંચ મારીમારીને એના માથાને ફોલી ખાય ! એના માથે કાગડા બેસશે, તો જ મને સંતોષ થશે.
મુંજને વધાવવા કમોત નજીક આવ્યું અને એક દિ ફાંસીના માંચડે લટકાવેલા મુંજના દેહ પર દહીંનો ઘડો ઠાલવવામાં આવ્યો, થોડી વારમાં જ એક વખતના માલવપતિ મુંજનો દેહ કાગડાઓ માટે ઉજાણી બની ગયો. રાજયાંધતા, કામાંધતા અને સ્ત્રી પર મુકાયેલો આંધળો વિશ્વાસ આ બધું કદીક કેવો કરપીણ અંજામ સરજી જાય છે, એનો નાદર નમૂનો પૂરો પાડતા મુંજરાજનો જીવ એક ગોઝારી પળે તરફડીતરફડીને કાયાની કેદમાંથી બહાર નીકળી ગયો ! ત્યારે એને વળાવવા કાગડાઓનાં ટોળાં સિવાય ત્યાં કોઈની હાજરી કળાતી નહોતી !
– – શ્રી સૂરાચાર્યની વિદ્વત્તાએ જેના શબ્દોમાં વેગીલા બાણ જેવી વેધકતા ઠાંસી ઠાંસીને ભરી હતી, એ ગુર્જરાધિપતિ ભીમદેવનો એ સંદેશ રાજા ભોજની સભામાં પહોંચ્યો. ગુજરાતનો જવાબ સાંભળવા, માલવપતિ અને એમની સભાના સભ્યો ખૂબ ખૂબ આતુર હતા. સૌના મનમાં એક એવી જ છાપ હતી કે, વિદ્વાનો અને વીરોને તો માળવા જ મંત્રીશ્વર વિમલ ૬ ૧૨૯
Page #142
--------------------------------------------------------------------------
________________
જન્મ આપી શકે, ગુજરાત પાસે તો વાણિયા અને વૈશ્યો સિવાય બીજું છે જ શું ! પરંતુ જ્યાં ગુર્જરેશ્વરનો સંદેશ સૌના કાને અથડાયો, ત્યાં જ બધાના મનની ભ્રમણાઓનો ભાંગીને ભુક્કો થઈ ગયો, દાંત ચકચાવીને સૌ બોલી રહ્યા : રે ! કેવો આ કટાક્ષ ! શું આપણે કૌરવના કુળના પક્ષપાતી ! ‘અંધક' આ વિશેષણ જ કેટલું બધું ખારભર્યું અને ઝે૨ પાયેલા બાણ જેવું વેધક છે !
કોઈ હાથ પછાડીને રોષથી બોલ્યું : પોતાને યુધિષ્ઠિરના વંશજ ગણાવતા ભીમદેવની આંખ પોતાની ગર્વિષ્ઠતાના ભડકાથી જ્યાં અંજાઈ ગઈ હોય, ત્યાં એને બીજા બધા આંધળા દેખાય, એમાં નવાઈ નથી. કારણ કે આંધળો દેખતાનેય આંધળો ગણવાની ભૂલનો ભોગ બને, એ અશક્ય નથી. પણ જ્યારે યુદ્ધના મેદાનમાં શસ્ત્રો સામે અફળાતાં શસ્ત્રોમાંથી વેરાતા તેજતણખા ભીમદેવની આંખને આંજી નાખશે, ત્યારે જ એને સાચી સ્થિતિનું ભાન થશે કે, ખરેખર અંધકના વિશેષણ માટે તો ગુજરાત જ યોગ્ય છે !
અંધક ! આ શબ્દ સૌને ખૂબ જ ખાઈ ગયો અને એથી ઘણાની આંખ સામે મુજ સિંધુલના જીવનમાં ઘટેલી દુઃખદ ઘટનાઓ ઊપસી આવી અને એ કરૂણાન્ત જીવન પર કાતિલ કટાક્ષ કરીને, એ દુઃખદ સ્મૃતિઓને તાજી કરાવતા ‘અંધક’ વિશેષણના પ્રયોજક ગુજરાત સામે રણ-ઝાલરીનો નાદ ઘેરો બનાવવા સૌ સમસ્વરે સમસમી ઊઠ્યા. પરંતુ ભોજદેવની મનઃસ્થિતિ તો જુદી જ હતી. સભામાં વ્યાપી ગયેલા સન્નાટાની જ્વાળાઓને ઠારી દેતી પાણી જેવી વાણીમાં એમણે કહ્યું :
‘કવિ ધનપાલ ! ગુજરાતની આ ગાથાએ અવંતિની સત્તાના સિંહરાજની કેસરાં સાથે અડપલું કર્યું છે, એમાં કોઈ ઇન્કાર કરી શકે એમ નથી ! પણ ગાથામાં ગૂંથાયેલા વેધક વીરત્વને હાલ બાજુ પર રાખીને, આમાં શબ્દે શબ્દે ગૂંથાયેલી વિદ્વત્તા અને કલ્પનાનું કૌશલ્ય શું આરતી ઉતારવા જેવું ભવ્ય નથી લાગતું ? ગાથામાં ગૂંથાયેલા શ્લેષ પાછળ એક ભૂતકાળને વર્તમાન સાથે જોડી દેવાની કેવી અદ્ભુત
આબુ તીર્થોદ્વારક
૧૩૦
Page #143
--------------------------------------------------------------------------
________________
કરામત છતી થાય છે ! શું ગુજરાતમાં આવી પણ વિદ્વત્તાનો વસવાટ છે ખરો ? જો હોય, તો એનાં મારે દર્શન કરવાં છે અને આ વિદ્ધ-સભામાં એને આમંત્રીને મારે મારી સભાના પંડિતોનું પારખું કરવું છે. માટે અત્યારે ગુજરાતને છંછેડવાનું પગલું ભરવા હું તૈયાર નથી, એક વાર આ ગાથાના સર્જકને ધારાની આ ધરતી પર આમંત્રીને પછી ભવિષ્યમાં જે પગલાં ભરવા જેવાં લાગશે, એ ભરીશું. પણ હાલ તો ગુર્જરપતિ સાથેની સંધિને દઢ બનાવીને, આ વિદ્વાનને પાઠવવાના આમંત્રણનો સંદેશ બનતી ઝડપે પાટણ મોકલવાનો મારો આદેશ છે.
સૌ કોઈ ભોજરાજાની મનસ્થિતિના આ વિચિત્ર વળાંકને નીરખી રહ્યા. ઉગામાયેલી સમશેરો મ્યાન થઈ ગઈ. વિજિગીષાની સામે વિદ્વત્તાએ એ દહાડે ભવ્ય વિજય મેળવ્યો. અને ભોજરાજાનો એક સંદેશવાહક ગુજરાત તરફ રવાના થયો. એ સંદેશમાં બે વાત લખવામાં આવી હતી : એક, ગુજરાત સાથેની સંધિની દઢતા ! બે, ગાથાના સર્જક વિદ્વાનને ધારાની રાજસભામાં પધારવાનું ભાવભીનું નિમંત્રણ !
મંત્રીશ્વર વિમલ
છે ૧૩૧
Page #144
--------------------------------------------------------------------------
________________
| વાત વિજયની ! પ્રત્યાઘાત પરાજયના !
(
Soor
ગુજરાતના ગૌરવધ્વજને અવંતિની માત્ર એક જ ગાથા દ્વારા અણનમ રાખીને, અને વધુ વિખ્યાતિ અપાવવામાં નિમિત્ત બની જનારા શ્રી સૂરાચાર્ય પૂર્વાવસ્થામાં રાજકુમાર હતા. શ્રી ગોવિંદાચાર્યના શિષ્ય શ્રી દ્રોણાચાર્ય એમના ગુરુસ્થાને બિરાજતા હતા. ભીમદેવની સભામાં આ બધા જૈનાચાર્યોનું અપૂર્વ માન હતું. ભીમદેવ સાથેના સંસારી સગપણ કરતાંય, આ ગુરુત્રયીને વરેલી વિદ્વત્તાનો જ એ પ્રભાવ હતો કે, ભીમદેવ જેવો માંધાતા પણ એમની આગળ નમ્રતા દાખવવામાં ગૌરવ અનુભવતો.
Page #145
--------------------------------------------------------------------------
________________
ભીમદેવની માતાનું નામ લક્ષ્મીદેવી હતું. લક્ષ્મીદેવીનો ભાઈ સંગ્રામસિંહ જૈન ધર્માનુરાગી હતો. એના મોટા ભાઈ સંયમી બનીને શ્રી દ્રોણાચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. સંગ્રામસિંહનું સ્થાન એક સફળ સેનાપતિ તરીકે રાજવી ભીમદેવની રાજ્યસભામાં અગ્રગણ્ય હતું. સંગ્રામસિંહના પુત્ર મહીપાલે પણ સંયમ સ્વીકાર્યું હતું. અને એઓ શ્રી દ્રોણાચાર્યના ઉદ્ભટ-વિદ્વાન શિષ્ય તરીકે શ્રી સૂરાચાર્યના નામે ખૂબ જ પ્રસિદ્ધ હતા. આમ, શ્રી ભીમદેવના મામા અને મામાઈ ભાઈ તરીકે પણ શ્રી દ્રોણાચાર્ય તથા શ્રી સૂરાચાર્યનું નામ ગુજરાતમાં પ્રસિદ્ધિ પામે, એમાં નવાઈ નહોતી, એમાં વળી એઓને પ્રકાંડ પાંડિત્ય વર્યું હતું, એથી એ પ્રસિદ્ધિને વધુ સમૃદ્ધિ વરે, એ સહજ હતું.
શ્રી દ્રોણાચાર્યના ગુરુ શ્રી ગોવિંદસૂરિજી પણ વિશિષ્ટ વિદ્વાન હતા. એમની નિશ્રામાં પાટણના એ જૈન ઉપાશ્રયમાં અનેક વિદ્વાનો તૈયાર થતા હતા, એમનું અધ્યયન કાર્ય મુખ્યત્વે શ્રી સૂરાચાર્ય કરતા હતા. આ બધા ‘ચૈત્યવાસ' ની પરંપરામાં પેદા થયેલા વિદ્વાનો હતા.
નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીનો કાળ પણ આ જ હતો. એટલું જ નહિ, એમણે આગમ-ગ્રંથો પર જે નવાંગી ટીકા રચી હતી, એના સંશોધનાદિ કાર્યમાં પ્રમુખ સહાયક શ્રી દ્રોણાચાર્ય રહ્યા હતા. શ્રી દ્રોણાચાર્યે પિંડનિર્યુક્તિ આદિ ટીકા-ગ્રંથોનું નિર્માણ કરીને, પોતે ચૈત્યવાસી હોવા છતાં સિદ્ધાંત-નિષ્ઠાને ઊની આંચ આવવા દીધી નહોતી.
શ્રી સૂરાચાર્યની નિશ્રામાં અનેક વિદ્વાનો તૈયાર થઈ રહ્યા હતા. એમની અધ્યયન કરાવવાની શૈલી એટલી બધી સુગમ હતી કે, ગમે તેવો કઠિન વિષય પણ એમની વિવેચન-શૈલી આગળ સાવ સહેલો બની જતો. એમનો સ્વભાવ જરા ઉગ્ર હતો, એથી ભણનારા શિષ્યો એમનાંથી થરથરતા, પણ આનું સુપરિણામ એ આવતું કે, વિદ્યાર્થીઓ અભ્યાસમાં તલ્લીન થઈને પાઠ આદિ બરાબર કરી આવતા અને એથી થોડા જ સમયમાં તૈયાર થઈ જતા.
મંત્રીશ્વર વિમલ
૧૩૩
Page #146
--------------------------------------------------------------------------
________________
એક વાર શ્રી સૂરાચાર્યજી જરા વધુ કડક બન્યા. “સોટી વાગે ચમ ચમમાં માનનારા એમણે એક દહાડો પોતાના પરિચારકને એવો આદેશ આપ્યો કે, આ સોટી તો રોજે રોજ તૂટી જાય છે, એના કરતાં એક લોહદંડ વસાવી લઈએ, તો પછી તૂટવાની ચિંતા જ ન કરવી પડે !
આ આજ્ઞા સાંભળીને વિદ્યાર્થી-શિષ્યો થરથર ધ્રૂજી ઊઠ્યા. સૌ શિષ્યો ભેગા થઈને શ્રી ગોવિંદસૂરિજી પાસે પહોંચી ગયા, અને કહ્યું કે, ગુરુદેવ ! શ્રી સૂરાચાર્યજીની અધ્યાપન-કુશળતાનો તો જોટો જડવો મુશ્કેલ છે. પરંતુ એમનો સોટી-માર પણ અમે ખમી શક્તા નથી, ત્યાં આજે લોહદંડની આજ્ઞા છૂટી છે. માટે આપ યોગ્ય કરશો, નહિ તો આ જ્ઞાનશાળા કાલથી ધીમેધીમે ખાલી થવા માંડશે.
શ્રી ગોવિંદસૂરિજી બધી જ વાત પામી ગયા. એમણે કહ્યું : તમે અપ્રમત્ત બનીને અભ્યાસ કરો, એ માટે જ શ્રી સૂરાચાર્ય આવું કરે છે. એને કંઈ તમારા પ્રત્યે દ્વેષ નથી. તમે બધા બરાબર અભ્યાસ કરતા હો, તો આ પ્રશ્ન જ ઊભો ન થાય. છતાં હું જરૂર યોગ્ય સૂચના આપીશ.
થોડી વાર પછી શ્રી ગોવિંદસૂરિજીએ શ્રી સૂરાચાર્યજીને બોલાવીને કહ્યું કે, મેં સાંભળ્યું છે કે, તે લોહદંડ મંગાવ્યો છે. વત્સ ! આવો કોપ શ્રમણને શોભે ખરો?
શ્રી સૂરાચાર્યે કહ્યું : ગુરુદેવ આ બધા શિષ્યો તૈયાર થઈને દેશપરદેશના વાદીઓને જીતવા દ્વારા જૈનશાસનનો જયજયકાર ગજવે, આ જ એક આશયથી મારે કડક થવું પડે છે. બાપ કરતાં બેટો સવાયો પાકે એમાં જેમ બાપની શોભા છે, એમ આપણા બધા કરતાં આ વિદ્યાર્થી-શિષ્યોને સવાયા બનાવવાની મારી ઇચ્છા છે, એથી જ ધાક બેસાડવા માટે મેં લોહદંડ મંગાવ્યો છે.
શ્રી ગોવિંદસૂરિજીએ કહ્યું : હજી આ બધા તો અલ્પમતિ બાળકો ગણાય, એથી આમના માટે આવી મોટી આશા અત્યારે ને અત્યારે
૧૩૪ % આબુ તીર્થોદ્ધારક
Page #147
--------------------------------------------------------------------------
________________
ફળી જાય, એવી ઉતાવળી અપેક્ષા રખાય ખરી ? ધાક બેસાડવા માટે જ રખાયેલો લોહદંડ કદીક આવેશમાં આવી જઈને તું કોઈની પર ઝીંકી દે, તો કબૂતરની જેમ આ બધા વિદ્યાર્થીઓ ઊડી જઈને બીજો આશ્રય શોધી લે કે બીજું કંઈ ? એમાં તારીય શી શોભા અને મારીય શી શોભા !
શ્રી સૂરાચાર્યજીએ સ્વબચાવ કરતાં કહ્યું : ગુરુદેવ ! આમાં શોભાનો સવાલ જ ક્યાં છે ! આ બધાને તૈયાર કરવાની મને ચિંતા છે, એટલે જ આવી કડકાઈ બતાવવી પડે છે ! ( શ્રી ગોવિંદસૂરિજીને થયું કે, ટોણો માર્યા વિના કામ નહિ થાય, ટકોરને હવે અવકાશ નથી. એથી એમણે ઠાવકાઈથી કહ્યું: વત્સ ! શું તું ભોજરાજાની વિદ્વત્-સભાને જીતી આવ્યો છે કે, આ વિદ્યાર્થીઓ પર આવી કડકાઈ કરે છે ! તું ભોજની સભાને જીતી આવ, પછી જરૂર લોહદંડ વાપરજે !
ઉપાશ્રયમાં સન્નાટો છવાઈ ગયો. શ્રી સૂરાચાર્યજીએ વળતી જ પળે ગુરુદેવના પગમાં માથું મૂકતાં કહ્યું કે, ગુરુદેવ મને પ્રતિજ્ઞા કરાવો. જ્યાં સુધી ભોજરાજાની સભાને જીતીને અવંતિની એ વિક્રતુ સભામાં “જૈન જયતિ શાસનમ્" નો ઝંડો લહેરતો ન મૂકી શકું ત્યાં સુધી મારે છ વિગઈનો ત્યાગ. - શ્રી સૂરાચાર્યની પ્રતિજ્ઞાના આ બોલ સાંભળીને સૌએ આઘાતની લાગણી અનુભવતાં કહ્યું? ગુરુદેવ ! ગુરુદેવ ! આવો તે વળી નિયમ હોઈ શકે ખરો? પછી અમને કોણ ભણાવશે? અને અહીંની સભામાં અવસરે અવસરે જૈનશાસનના સિદ્ધાંતોને અણનમ રાખવા કોણ આગળ આવશે?
સમજાવટના આ પ્રયત્નો પાછળ ઘડી વીતવા આવી, પણ સત્યપ્રતિજ્ઞ શ્રી સૂરાચાર્યજી પોતાના સંકલ્પને દઢતાથી વળગી રહ્યા. ગુરુદેવો કંઈક ખિન્ન બનીને એમને વધુ સમજાવવા તૈયાર થયા, ત્યાં તો રંગમાં ભંગ પાડતું દંડનાયક શ્રી વિમલ, સેનાપતિ શ્રી સંગ્રામસિંહ મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૩૫
Page #148
--------------------------------------------------------------------------
________________
અને નગરશેઠ શ્રીદત્ત આદિનું આગમન થયું. એમના મોં પર હાસ્ય હતું. ઉપાશ્રયમાં છવાયેલા ગંભીર વાતાવરણને એકાએક પલટો આપતી ખુશાલી વ્યક્ત કરતાં એમણે કહ્યું :
“રાજા ભોજ શ્રી સૂરાચાર્યજીનાં દર્શન કરવા ઝંખી રહ્યા છે, એથી ભોજનો નિમંત્રણ-પત્ર મહારાજ ભીમદેવ પર આવ્યો છે કે, ગુજરાતના ગૌરવની ગાયક કથાના એ સર્જક વિદ્વાનને વહેલી તકે અવંતિમાં મોકલવા ઘટતું કરશો. આવા વિદ્વાનને આવકારતાં અમારી પંડિત-સભા જરૂર ગૌરવ અનુભવશે. માટે આ ગાથાના સર્જક જે કોઈ વિદ્વાન હોય, એ વિદ્વાનને મારું આ નિમંત્રણ પહોંચતું કરીને આભારી કરશો.’’
આગમનની ભૂમિકા ટૂંકમાં રજૂ કરીને દંડનાયકે રાજા ભોજનું એ આમંત્રણ શ્રી ગોવિંદસૂરિજીના હાથમાં મૂક્યું. એના વાંચનથી એમનું રોમેરોમ નાચી ઊઠ્યું. આટલા બધા પ્રગટ હર્ષનું કારણ સમજાવતાં એમણે સૌની સમક્ષ આજની જ તાજી ઘટના અને પળ પહેલાં જ શ્રી સૂરાચાર્યજીએ સ્વીકારેલી પ્રતિજ્ઞાની વાત કહી બતાવી.
‘જૈનં જયતિ શાસનમ્’ નો નાદ ગજવતાં સૌ બોલી ઊઠ્યા કે, આ પ્રતિજ્ઞાનું ભાવિ ભવ્ય હશે, એટલે જ કાર્ય-કારણના આ બધા અંકોડાઓ આજે અણધાર્યા જોડાઈ જવા પામ્યા છે. માટે આપ અનુજ્ઞા ફરમાવો, એથી રાજા ભીમદેવ આ આમંત્રણની સ્વીકૃતિની ખુશાલીના સમાચાર અવંતિ પાઠવી શકે !
આગળ-પાછળનો દીર્ઘ વિચાર કરીને શ્રી ગોવિંદસૂરિજીએ અવંતિનું એ આમંત્રણ સ્વીકારવા સંમતિ આપી. રાજા ભોજ વિદ્વાન હોવા છતાં ગુર્જર રાષ્ટ્રના પાકા વિરોધી હોવાથી જે કોઈ વિકટ પરિસ્થિતિઓ પેદા થવાની શક્યતા હતી, એ તરફ સૌનું ધ્યાન શ્રી ગોવિંદસૂરિજીએ કેન્દ્રિત કર્યું. કારણ કે પોતાના શિષ્યોની અવિજેય વિદ્વત્તા પર એમને પૂરેપૂરો વિશ્વાસ હતો.
૧૩૬
આબુ તીર્થોદ્ધારક
Page #149
--------------------------------------------------------------------------
________________
દંડનાયક આદિ વિદાય થયા, થોડાક દિવસો પછી આવતા શુભમુહૂર્ત શ્રી સૂરાચાર્યજીનું અવંતિ-પ્રયાણ નક્કી થયું. બીજે જ દિવસે રાજા ભીમદેવ પોતે જ સામે પગલે ઉપાશ્રયમાં આવ્યા, એમણે શ્રી સૂરાચાર્યજીને કહ્યું : આપની વિદ્વત્તાએ ખરેખર રાજા ભોજની વિજિગીષા પર જ્વલંત વિજય મેળવ્યો ! જો આ ગાથા અમને ન મળી હોત, તો આજે જે ગુર્જર રાષ્ટ્રમાં આપના અવંતિપ્રયાણને અભિનંદવા કાજે મહોત્સવ જેવું વાતાવરણ રચાયું છે, ત્યાં યુદ્ધના ભીષણ ભણકારા ગાજતા થઈ ગયા હોત ! હવે આપ જ્યારે સાક્ષાત્ સ્વદેહે ભોજની સભામાં પધારી રહ્યા છો, ત્યારે ગુજરાતની ત્યાં ગુંજી ઊઠનારી ગૌરવગાથાની માત્ર કલ્પનાથી પણ અમને સૌને આજે પોરસ ચડી રહ્યું છે.
જ્યારે ગૌરવનાં એ ગાન, અવંતિના સીમાડા વટાવીને પાટણના પાદરે આવી પહોંચશે, ત્યારે તો મને લાગે છે કે, પ્રત્યેક ગુજરાતી ગાંડો થઈને વિજયનૃત્ય મનાવશે.
રાજા ભીમદેવને આના જવાબમાં એટલું જ સાંભળવા મળ્યું કે, રાજન્ ! આ બધો પ્રભાવ દેવ-ગુરુની કૃપાનો છે. જે કૃપા મારા જેવા બાળકને અહીં સુધી આંગળી ઝાલીને ચડાવી ગઈ, એ જ કૃપા મને અવંતિમાં હેમખેમ પહોંચાડીને ગુજરાતના અને જૈનત્વના ઝંડાને દિગદિગંતમાં લહેરાવવામાં સહાયક થયા વિના નહિ જ રહે, એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે.
સ્મિત સાથે આવેલા ભીમદેવ, મલક મલક હસતા વિદાય થયા. અવંતિ પ્રયાણનાં એ ઘડી-પળ આવ્યાં અને કોઈ રાજવી વિજયયાત્રાએ સંચરતો હોય, એવા ઉલ્લાસ અને એવી શુભકામનાઓ સાથે શ્રી સૂરાચાર્યજીને પાટણે વિદાય આપી.
મહાકવિ શ્રી ધનપાલની ધારણા સાવ સાચી પડી. પાટણ અને ગુજરાતમાં ગાજતા શ્રી સૂરાચાર્યજીના નામકામના પડઘા એમણે એક જૈનત્વના નાતેય ખૂબ જ અહોભાવથી સાંભળેલા હતા. એથી જે મંત્રીશ્વર વિમલ ૦ ૧૩૭
Page #150
--------------------------------------------------------------------------
________________
દિવસે પ્રતિ-ગાથા રૂપે ગુજરાતે વાળેલો જવાબ એમણે સાંભળ્યો હતો, ત્યારથી જ એમણે એવું અતૂટ અનુમાન કરેલું કે, આવો સુંદર જવાબ વાળનાર શ્રી સૂરાચાર્યજી જ હોવા જોઈએ !
ગુજરાતનો જવાબ આવ્યા બાદ ભોજરાજાએ જે પ્રતિપગલાં લીધાં હતાં, એથી ધનપાલ કવિએ તો ખૂબ જ આનંદ અનુભવેલો અને એઓ મનોમન એવી ભાવનાસૃષ્ટિ પણ રચતા રહેલા કે, શ્રી ગોવિંદસૂરિજી રાજા ભોજનું આ આમંત્રણ સ્વીકારી લે તો સારું !
મહાકવિ ધનપાલ ચુસ્ત જૈન હતા. ને ધારામાં જ શા માટે, પૂરા અવંતિ દેશમાં ત્યારે જૈનત્વની જ્યોત એવી જ્વલંતતા સાથે નહોતી પ્રકાશતી કે, એની પર ગૌરવ અનુભવાય ! આ દૃષ્ટિએ પણ શ્રી સૂરાચાર્યજીનું અવંતિ આગમન મહાકવિને અત્યંત જરૂરી જણાતું હતું.
એક દિવસ રાજા ભોજ ઉપર ગુર્જરાધિપતિ ભીમદેવનો પત્ર આવ્યો, પત્રના સમાચાર ધારામાં ફેલાતાં ફેલાતાં અવંતિમાં આગળ વધવા માંડ્યા અને સમગ્ર અવંતિના પંડિતો વાયુદ્ધની તડામાર તૈયારીઓ કરવા મંડી પડ્યા. કેમ કે અવંતિના જ્ઞાન-ધ્વજને અણનમ રાખવામાં યોગદાન આપવાનો આવો અવસર પહેલવહેલો જ આવતો હતો, એથી એની ભરપૂર તૈયારીઓથી આખો દેશ હલબલી ઊઠ્યો. ગુજરાતથી પ્રયાણ કરી ચૂકેલા શ્રી સૂરાચાર્યજીના આગમન પૂર્વે જ એમની કીર્તિકથાઓ આગળ આગળ આવીને અવંતિમાં ફેલાવા માંડી અને એથી પંડિતોને વધુ ને વધુ પોરસ ચડવા માંડ્યું, અને એ શુભ દિવસ પણ આવી પહોંચ્યો, જ્યારે ભોજ રાજાએ સામે પગલે જઈને શ્રી સૂરાચાર્યજીનું અદ્ભુત સ્વાગત કર્યું. ભોજ રાજાની હકડેઠઠ ભરાયેલી સભામાં શ્રી સૂરાચાર્યજી બિરાજ્યા, ત્યારે પોતાની કવિતા અને કલ્પનાશક્તિનો પ્રારંભિક પ્રકાશ પાથરતા એમણે ભોજ રાજાને ઉદ્દેશીને ગાંભીર્યથી ભરી ભરી વાણીમાં કહ્યું કે,
રાજન્ ! તમારી કીર્તિસુંદરી જળજીવોથી ભયંકર સમુદ્રને એકલી જ ઓળંગી જાય છે, આધાર વિનાના આકાશમાં કોઈનોય આધાર
૧૩૮
%
આબુ તીર્થોદ્ધારક
Page #151
--------------------------------------------------------------------------
________________
લીધા વિના એ એકલી જ ઘૂમે છે, પંખીઓ પણ ન પહોંચી શકે, એવા ગગનચુંબી પહાડો પર એ એકલી જ ચડી જાય છે, અરે ! આથીય આગળ વધીને સર્પોના સમુદાયથી ભીષણ એવા પાતાલલોકમાં પણ એ એકલી જ નિર્ભયતાથી હરેફરે છે. એથી મને લાગે છે કે, સ્ત્રી જાતિમાં ભયની જે બહુલતા પ્રસિદ્ધ છે, એ સાવ ખોટી છે, જો આમ ન હોય, તો આ કીર્તિસુંદરી આ રીતે નિર્ભયતાથી અપૂર્વ સાહસ સાથે બધે ઘૂમી શકે ખરી ?
વિદ્વત્તાના વિલાસનો આ તો હજી પહેલો જ ચમકારો હતો, પણ એના તેજથી ભોજ રાજા અંજાઈને આભા જ બની ગયા. ત્યારબાદ પ્રાસંગિક ઉપદેશ પછી સભા વિખરાઈ. ધનપાલ કવિના આનંદનો પાર ન રહ્યો. ધાર્યા કરતાંય વધુ વિદ્વત્તાના તેજનું અપૂર્વ આભામંડળ શ્રી સૂરાચાર્યજીની આસપાસ રચાયેલું જોઈને એમના આનંદનો પાર ન રહ્યો. ધારાનગરીમાં ચોરે અને ચૌટે ગુજરાતથી આવેલા આ વિદ્વાન જૈનાચાર્યની જ ગૌરવ-ગાથાઓ ગવાવા માંડી. વિદ્વાનોને એથી વધુ પોરસ ચડ્યું. પણ જેના બંને પડખે સ્યાદ્વાદ-સિદ્ધાંતનું અને વાગીશ્વરી શ્રી સરસ્વતી દેવીનું કૃપા-બળ હાજરાહજૂર હોય, એવા શ્રી સૂરાચાર્યજીને કોણ જીતી શકે ? થોડા દિવસોમાં તો રાજા ભોજથી માંડીને ધારાના ગાંગાતેલીનેય એ વાતની ખાતરી થઈ ગઈ કે, બૃહસ્પતિ અને સરસ્વતી હજી જિતાય, પણ આ જૈનાચાર્યને તો કોઈ જીતી શકે નહિ !
થોડા વધુ દિવસો વીત્યા બાદ એક વાર રાજા ભોજે ભરી સભામાં સૂરાચાર્યજીને કહ્યું કે, મહારાજ ! આ ષદર્શનો અલગ અલગ ચોકો જમાવીને બેઠાં છે, એથી બિચારા ભોળા જીવો મૂંઝાઈ જાય છે, માટે આપને હું વિનંતી કરું છું કે, બધાને ભેગા કરી બતાવો, તો માનું કે આપને મળેલી બુદ્ધિ પ્રમાણ છે !
સૌની ઉત્કંઠા વધી ગઈ. આ પ્રશ્નનો શો જવાબ હશે ? ત્યાં તો વળતી જ પળે શ્રી સૂરાચાર્યજીએ કહ્યું ઃ રાજન્ ! આ ધારાનગરીમાં ચોરાશી ચૌટા છે, એને પહેલાં આપ એક સ્થાને ભેગા કરી બતાવો, પછી હું ષડ્દર્શનને ભેગા કરવાનો પ્રયાસ કરીશ.
મંત્રીશ્વર વિમલ
૧૩૯
Page #152
--------------------------------------------------------------------------
________________
ભોજે કહ્યું : મહારાજ આ ચોરાશી ચૌટાઓનું તો મેં જ અલગ અલગ નિર્માણ કરાવ્યું છે, જેથી લોકો પોતપોતાની રુચિ મુજબ સહેલાઈથી માલ ગ્રહણ કરી શકે. લોકોની રુચિ હંમેશા જુદી જુદી હોય છે, એથી અલગ અલગ ચૌટા-દુકાનોની એકતા કઈ રીતે થઈ શકે?
શ્રી સૂરાચાર્યજી માટે ધારેલો જ જવાબ આવ્યો હતો, એથી વળતી પળે આ જ જવાબ ભોજને પાછો સોંપતાં એમણે કહ્યું : રાજન્ ! તો ધર્મોમાં પણ આ જ ન્યાય સમાન છે. જો હજી થોડાં વર્ષો પહેલાં જ નિર્માણ પામેલા આ ચૌટાઓની એકતા શક્ય નથી, તો પછી કેટલાય કાળથી ચાલ્યાં આવતાં આ પદર્શનોનો એક જ ધર્મમાં સમાવેશ કઈ રીતે શક્ય બને ? કારણ કે લોકોની રુચિ હંમેશાં જુદી જુદી જ હોવાની ! કોઈ દયાના અર્થી હોય, તો કોઈ રસનાના રસના લોલુપી હોય, તો કોઈને વ્યવહાર સાથે ઝાઝો પ્રેમ હોય, એથી આવા લોકો પોતાના રસ મુજબ જૈન, કૌલ અને વેદ આદિ દર્શનોનો આશ્રય કરવાના. હવે આપ જ કહો, બધાની રુચિ અલગ અલગ હોય, ત્યાં સુધી આ દર્શનોની પણ વિભિન્નતા કોણ ટાળી શકે ? મોક્ષનું સાચું સ્વરૂપ સમજીને, બધા જ્યારે “મોક્ષરૂચિ ધરાવનારા બની જશે, ત્યારે પડ્રદર્શનો પણ સાચા દર્શનમાં ભળી જશે.
રાજા ભોજના મનનું સચોટ સમાધાન થઈ ગયું અને છએ છ દર્શનવાળા સભ્યો રાજી બની ગયા. ત્યાં તો કોઈએ પૂછ્યું : આ સ્યાદ્વાદ તે કંઈ વાદ છે ! વિપરીત માન્યતાઓના શંભુમેળા તરીકે એથી જ તો સાદૂવાદની સુપ્રસિદ્ધિ છે. એક જ ચીજમાં નિત્યત્વઅનિત્ય જેવા વિરોધી ગુણોને સમાવવાની વિચિત્ર શક્તિનો જેવો દાવો સાદ્વાદ ધરાવે છે, એવો તો કોઈ ધરાવતું નહિ હોય?
વ્યવહારને આગળ કરીને આ કટાક્ષનો જવાબ આપતાં શ્રી સૂરાચાર્યજીએ કહ્યું : રાજન્ ! સમજવા જેવી આ વાત છે. કારણ કે ઘણાં ઘણાં દર્શનોના દિગ્ગજ વિદ્વાનો પણ આ સ્યાદ્વાદને સમજવામાં
૧૪૦
આબુ તીર્થોદ્ધારક
Page #153
--------------------------------------------------------------------------
________________
છક્કડ ખાઈ ગયા છે. એક નાનું બાળક પણ સમજી શકે, એવી વાતને સમજવામાં પંડિત ભીંત ભૂલે, ત્યારે તો માનવું જ પડે કે, પૂર્વગ્રહ-પ્રેરિત કોઈ ધારણાઓ-ભ્રાંતિઓના ભુલાવ્યા એઓ ભૂલતા હોવા જોઈએ !
પૂર્વભૂમિકાનો આટલો પાકો પાયો રચાઈ ગયા બાદ શ્રી સૂરાચાર્યજીએ મૂળવાતને રજૂ કરતાં કહ્યું કે, સ્યાદ્વાદ એક એવી અનિવાર્ય ચીજ છે કે, સંસારના વ્યવહારોમાં પણ એનો પ્રવેશ સૌ કોઈને માટે અનિવાર્ય છે. દા. ત. એક માણસમાં જગતની દૃષ્ટિએ વિરુદ્ધ ગણાતાં કેટકેટલાં સગપણો એકી સાથે રહી શકે છે ! એક માણસ પિતા અને પુત્ર પણ હોઈ શકે છે, મામો અને ભાણેજ પણ એ સંભવી શકે છે. શું આ સંબંધોના સમાવેશને કોઈ શંભુમેળો કહેવા તૈયાર છે ખરું? ના. કારણ કે એ દરેકેદરેક સગપણની સિદ્ધિ અલગ અલગ અપેક્ષાથી થાય છે. એથી જ વિરુદ્ધ સંબંધો પણ એ માણસમાં હળીમળીને રહી શકે છે. એ માણસ જે અપેક્ષાએ પિતા છે, એ જ અપેક્ષાએ પુત્ર નથી. જો એક જ અપેક્ષાએ પિતાપુત્રનો સંબંધ કોઈ એનામાં ઠોકી બેસાડવા માંગે, તો એ શંભુમેળો ગણાય, બાકી બીજી બીજી અપેક્ષાએ આવા વિરુદ્ધ સંબંધોનો કોઈ ઉલ્લેખ કરે, તો એ શંભુમેળો નહિ, સુમેળ-મેળો ગણાય ! જે “અપેક્ષા-તત્ત્વ' આમ વ્યવહારમાં ડગલે-પગલે અનિવાર્ય છે, એને જ જૈનદર્શને “સ્યાદ્વાદનું સાર્થક નામ આપ્યું છે. આ અપેક્ષાનો દૃષ્ટિકોણ બરાબર સમજી જવાય, તો એક ઘડામાં નિત્યત્વ-અનિત્યત્વ આ બે ધર્મોનો સુમેળ સમજાઈ જાય અને ઉપરથી એમ થાય કે, આવી અપેક્ષા વિના તો વસ્તુનું સ્વરૂપજ્ઞાન અધૂરું જ ગણાય અને એથી સ્યાદ્વાદ' વિના તો જ્ઞાનની ધરતી પર પગલું પણ આગળ ન વધી શકાય ! ઘડામાં નિત્ય તરીકેનો વ્યવહાર એની પુગલ-સ્થિતિની અપેક્ષાએ થાય છે, ઘડો નહોતો બન્યો ત્યારે પણ માટી હતી, ઘડો ફૂટી જશે, પછી પણ માટીનું સ્વરૂપ રહેવાનું જ છે. એથી “પર્યાય'ની આ અપેક્ષાએ ઘડો ફૂટી જતાં જે માટી ઘડાના આકારે પરિણમન પામી હતી, એ પરિણમન, એ મંત્રીશ્વર વિમલ ર૦ ૧૪૧
Page #154
--------------------------------------------------------------------------
________________
આકાર નાશ પામે છે, આ અપેક્ષાથી ઘડી અનિત્ય પણ છે. બોલો, હવે આવા સંબંધને શંભુમેળો માનનારને, ઢોર ચારનારા ગોવાળ કરતાં પણ વધુ મૂર્ખ કેમ ન માની શકાય?
આ પ્રશ્નાર્થ સૌના કાળજે સણસણતા બાણની જેમ વાગ્યો. અને સૌ ગંભીર બની ગયા, ત્યાં જ એક વ્યાકરણ ગ્રંથ સૂરાચાર્યજીના હાથમાં રાજા ભોજે આપ્યો. એના રચયિતા સ્વયં ભોજ હતા, પણ રાજાને ધાર્યા કરતાં જુદો જ પ્રતિભાવ સાંપડ્યો, એ વ્યાકરણનો મંગલાચરણનો પ્રથમ શ્લોક વાંચીને જ શ્રી સૂરાચાર્ય હસી પડતાં બોલ્યા : આ વ્યાકરણના રચયિતાની સરસ્વતીદેવી કોઈ જુદા જ સ્વર્ગમાં સંચરનારી લાગે છે ! નહિ તો આમાં સરસ્વતીનો તરીકે ઉલ્લેખ ન હોત ! આખી દુનિયા જાણે છે કે સરસ્વતી બ્રહ્મચારિણી છે. પણ આના રચયિતાએ આમાં સરસ્વતીનો વધૂ તરીકે ઉલ્લેખ કર્યો છે, તો આ વધૂનો વર કોણ છે ? એનો ખુલાસો થાય, તો આ વિદ્વત્ સભાને કોઈ જુદું જ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય !
એ વ્યાકરણના રચયિતા ભોજ રાજા સ્વયં હતા, સૂરાચાર્યના આ ટોણાથી એમનું મોટું પડી ગયું અને બધા વિદ્વાનોનાં મોં સિવાઈ ગયાં. સૂરાચાર્યજીની વાત સાવ સાચી હતી, કારણ કે એ વ્યાકરણના પ્રારંભમાં જ મંગલાચરણ રૂપે સરસ્વતીનું એ રીતે સ્મરણ કરવામાં આવ્યું હતું કે, બ્રહ્માના મુખકમળ રૂપી વનમાં હંસવધૂની જેમ વિલાસ કરનારી ને શુદ્ધ વર્ણવાળી સરસ્વતી મારા મનમાં હંમેશાં વિલાસ કરો !
અંદરથી કોપાભિભૂત થયેલા રાજા ભોજે તરત જ સભાને વિસર્જિત કરી. મહાકવિ ધનપાલ ભોજના મોં પર અંકાયેલી રોષની રેખાઓ જોઈને મનોમન ધ્રૂજી ઊઠ્યા. ધારાની સભામાં વિજયી બનનારને, આ વિજયના વિપાક રૂપે કેવો પરાજય વેઠવો પડતો હતો, એ વાતનો એમને બરાબર ખ્યાલ હતો. એથી જૈનશાસનના આ વિજયના પ્રત્યાઘાત રૂપે આવી પડનારા પરાજયની કલ્પના એમના
૧૪૨ % આબુ તીર્થોદ્ધારક
Page #155
--------------------------------------------------------------------------
________________
કાળજાને કંપાવી ગઈ, એઓ અધ ઘડી પછી તરત જ સચિત હૈયે શ્રી સૂરાચાર્યજી પાસે ઉપાશ્રયમાં જઈ ઊભા. પ્રાપ્ત થયેલ વિજયના ભયંકર ભાવિ અંગે કવિ શ્રી સૂરાચાર્યજીને હજી વાકેફ કરે, એટલામાં રાજદૂતનું આગમન થયું. એણે વિનંતી કરી કે, શ્રી સૂરાચાર્યજી ! રાજા ભોજ આપને અબઘડી જ “જયપત્ર'નું સમર્પણ કરવા આમંત્રે છે !
મહાકવિ ધનપાલે ઉપાશ્રયની બહાર નજર કરી, તો ચારે તરફ સૈનિકોની અભેદ્ય દીવાલ રચાઈ ગઈ હતી. દરેક સૈનિકના મો પર ઊમટેલી રોષ અને જોશની રેખાઓ જોઈને મહાકવિ ધનપાલ, સૂરાચાર્યજીની સુરક્ષા અંગે સાવધ બનીને ગંભીર પગલું લેવા અંદર જઈ પહોંચ્યા !
મંત્રીશ્વર વિમલ
૧૪૩
Page #156
--------------------------------------------------------------------------
________________
કે
.
.
ધારાની ધારણા ધૂળમાં ઘમરોળાઇ
Olot
(COO
કેટલાક વિજય એવા હોય છે કે, એને ખરીદવા એવી કિંમત ચૂકવવી પડતી હોય છે કે, એ વિજય કરતાં તો પરાજય સારો અને સોંઘો લાગે ! જેની પર વિજય મેળવ્યો હોય, એ પાત્ર કદીક એવું વિચિત્ર હોય છે કે, મેળવેલા એ વિજય કરતાં પરાજય ઓછો આનંદપ્રદ ન લાગે ! આ નીતિવાણી મહાકવિ ધનપાલના અંતર આગળ તાજી થતી હતી. શ્રી સૂરાચાર્યજીને મળેલો વિજય એમને પરાજય કરતાં જરાય ખરાબ જણાતો નહોતો. પણ હવે તો વિજય મળી ચૂક્યો હતો, એથી ભાવિની સુરક્ષા જ વિચારવાની હતી. કવિએ સૂરાચાર્યજીને કહ્યું :
Page #157
--------------------------------------------------------------------------
________________
મહારાજ! આપ અમારા રાજા ભોજને બરાબર ઓળખતા નથી, નહિ તો આજની સભામાં આપ આપનું પાણી બતાવવા તૈયાર થાત જ નહિ ! આ સભા તો એવી છે કે, અહીં વિજય મેળવનારને પરાજયથીય વધુ પીડા સહવાનો વારો આવે છે અને પરાજય પામનારો પોતાનું જીવન બચાવી શકતો હોવાથી, વિજયથી પણ સવાઈ ક્રીડા માણી શકે છે. આજે તો આપે ગજબની હિંમત બતાવી. પ્રશ્નોત્તરમાં સૌની બોબડી બંધ કરીને, છેલ્લે છેલ્લે વ્યાકરણની જે ભૂલ તરફ આપે ઠેકડી ઉડાડી, એ તો ગજબનું સાહસ ખેડાઈ ગયું ગણાય, કારણ કે એ ભોજ-વ્યાકરણ અહીંની એકે એક પાઠશાળામાં ભણાવાય છે, કોઈએ આજ સુધી આ ભૂલ કાઢી નથી. એથી જ રાજાએ “જયપત્ર'ના નામે બીજા જ કોઈ ઇરાદે આપને બોલાવ્યા છે. માટે ધારાની ધારણાને ધૂળમાં મેળવવા હવે કોઈ બાજી રચવી જ રહી !
સૂરાચાર્યની આંખમાં આશ્ચર્યનો ઊભરો હતો : આવી ઈર્ષા વિદ્વત્તાનું આવું મિથ્યા ઘમંડ ! કવિએ કાનમાં કહ્યું : મહારાજ ! અત્યારે તો આ રાજદૂતને કોઈ બહાનું કાઢીને રવાના કરો. પછીની બાજી આપણે ગોઠવી કાઢીશું ! વળતી જ પળે શ્રી સૂરાચાર્યે રાજદૂતને જવાબમાં જણાવ્યું કે, રાજવી ભોજને કહેજો કે, સભામાંથી હું હજી હમણાં જ આવ્યો છું, ગોચરી-પાણી હજી બાકી છે, એથી મોડેથી આવવું ફાવશે. અમારે વળી “જયપત્રની શી જરૂર ? છતાં રાજાનો આગ્રહ જ હોય, તો બપોર પછી રાજયસભામાં આવવાનું બનશે.
આ સંદેશો લઈને રાજદૂત રવાના થયો. એ ઉપાશ્રયમાં ઘણા ઘણા સાધુઓ હતા, એથી એક ગુપ્ત ખંડમાં શ્રી સૂરાચાર્ય અને ધનપાલ વચ્ચે મંત્રણા પ્રારંભાઈ, જેમાં દાળમાં જે કાળું હતું, એનો તાગ કાઢીને શ્રી સૂરાચાર્યજીને બતાવવા કવિરાજ કટિબદ્ધ બન્યા.
સૈનિકે રાડ પાડી : મહારાજ ! ક્યાં જઈ રહ્યા છો ? ખબર નથી, અમે આપને સૌને સસ્વાગત રાજયસભામાં લઈ જવા ક્યારનાયે તૈયાર ઊભા છીએ ! મંત્રીશ્વર વિમલ છે ૧૪૫
.
આ
Page #158
--------------------------------------------------------------------------
________________
મેલાંઘેલાં કપડાંમાં સજ્જ અને હાથમાં પાનીનો ઘડો લઈને બહાર નીકળવા તૈયાર થયેલા એ વૃદ્ધ મુનિએ શાંતિથી સમજાવતાં કહ્યું : ભાઈ ! રાજસભામાં તો શ્રી સૂરાચાર્યજી અને એમના જેવા વિદ્વાનો જ શોભે. અમારા જેવા ઠોઠ ત્યાં આવીને શું ઉકાળવાના હતા ! અહીં રહીશું, તો આ મુનિઓની સેવાભક્તિનો કંઈક લાભ લઈ શકીશું. માટે મને જવા દો, પાણી લાવવાનો સમય થઈ ગયો છે.
વૃદ્ધ મુનિની આ સીધી વાતને પણ સૈનિકોએ માન્ય ન રાખી, એઓ પોતાની જીદને છોડવા તૈયાર ન જ થયા, એટલામાં મહાકવિ ધનપાલ ઉપાશ્રયમાંથી બહાર જવા નીકળ્યા. વૃદ્ધ મુનિએ કવિને કહ્યું : આ તમારા સૈનિકોને સમજાવો, એ મને પાણી લેવા જવા દેતા નથી. રાજયસભામાં આવીને અમારા જેવા ઘરડા શું કરવાના હતા એ તો સૂરાચાર્યજી જેવા વિદ્વાનનું કામ ! આમ સમજાવ્યું, તોય માનતા નથી. તમે વચમાં પડશો, તો જરૂર માની જશે.
કવિ ધનપાલે સૈનિકોને કહ્યું : આ વૃદ્ધ મુનિને બહાર જવા દો ને ! રાજાજ્ઞાનો કંઈ આવો જક્કી અર્થ કરવાનો ન હોય ! શ્રી સૂરાચાર્યજી આહાર-પાણી કરીને તૈયાર થઈ જ રહ્યા છે.
સૈનિકોએ કવિના કથનને માન્ય રાખ્યું. કવિએ મુનિને કહ્યું : મહારાજ ! આજે મારા ઘરે વહોરવા પધારો, હું આપની સાથે સાથે આવું, જેથી કોઈ સૈનિક આગળ જતાં ફરી વાર આપને રોકે નહિ !
ને એ વૃદ્ધ મુનિની સાથે સાથે ધનપાલ પોતાના ઘરે પહોંચ્યો. અંદરના ઓરડામાં એ વૃદ્ધ મુનિને લઈ જઈને પછી ધનપાલે કહ્યું : શ્રી સૂરાચાર્યજી ! અડધો જંગ જિતાઈ ગયો છે, ધારાની ધારણા હવે ધૂળમાં મળી ગઈ છે. આપ મારી આ ભૂમિગૃહમાં પધારો. હવે કોઈની તાકાત નથી કે, આપનો વાળ પણ કોઈ વાંકો કરી શકે !
ધનપાલના દિગ્ગદર્શન મુજબ વૃદ્ધ મુનિના વાઘા સજનારા શ્રી સૂરાચાર્યજી ભૂમિગૃહમાં ઊંડા ઊતરી ગયા અને “જયપત્ર'ના નાટકમાં ભાગ લેવા ધનપાલ ઉપાશ્રયના દ્વારે જઈ પહોંચ્યા. ત્યાં તો
૧૪૨ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #159
--------------------------------------------------------------------------
________________
હોહા મચી ગઈ હતી અને વાતાવરણ તંગ બની રહ્યું હતું. પરિસ્થિતિ જાણી લઈને ધનપાલે કહ્યું : શું સૂરાચાર્યજી હજી ગોચરી-પાણી પતાવીને બહાર નથી આવ્યા ? ચાલો, હું એમને લઈ આવું. જયપત્ર મેળવવાના આવા અવસરનું મહત્ત્વ એમને સમજાવીને હું અબઘડી જ પાછો આવું છું. ધારાની ધારણાને ધૂળમાં થોડી જ મળવા દેવાય !
વાતાવરણ શાંત થઈ ગયું. સૈનિકોને સાથે રાખીને ધનપાલ ઉપાશ્રયમાં પ્રવેશ્યા, એમણે પૂછ્યું : શું સૂરાચાર્યજી હજી ગોચરી-પાણી કરી રહ્યા નથી ? ભોજ એમને ‘જયપત્ર' આપવા યાદ કરે છે અને એઓએ બપોરે આવવાનું આમંત્રણ સ્વીકાર્યું પણ છે. સંભવ છે કે, આ વાત એમનાથી ભુલાઈ ગઈ હોય ! બધા મુનિઓએ કહ્યું : આ સામેની ઓરડીમાંથી શ્રી સૂરાચાર્યજી હજી બહાર જ નીકળ્યા નથી ! બે કલાક થવા આવ્યા, દરવાજો પાછો અંદરથી બંધ છે, માટે અમે પણ ચિંતામાં પડ્યા છીએ.
સભામાં જવા તૈયાર થઈને બેઠેલા મુનિઓની આ વાત સાંભળીને ધનપાલે આશ્ચર્યની લાગણી વ્યક્ત કરી કે, જયપત્ર સ્વીકારવાની આ ધન્ય પળે વળી આ શું ? શું ઓરડીનાં દ્વાર અંદરથી બંધ છે ?
ધનપાલે સૈનિકોને આદેશ આપ્યો કે, આ બારણા ઉપર ચડી જઈને અંદર તપાસ કરો. શ્રી સૂરાચાર્યજી શ્રમિત બનીને સૂઈ તો નથી ગયા ને ?
સૈનિક બારી ઉપર ચડ્યો, એણે ઉપરની એક નાની જાળીમાં થઈને અંદર ડોકિયું કર્યું અને એનાથી ચીસ પડી ગઈ : કવિજી ! દગો દગો, ભારે દગો ! અંદર શ્રી સૂરાચાર્યજીનો પડછાયો પણ નથી ! શું ધારાની ધારણા ધૂળમાં ઘમરોળાઈ જશે ?
આખા ઉપાશ્રયનું વાતાવરણ વળી પાછું ગંભીર અને તંગ બની ગયું. એ ઓરડીનું મુખ્યદ્વાર તો અંદરથી બંધ જ હતું, પણ બીજા એક દ્વારે બહારથી તાળું લટકતું હતું. એને ખોલાવીને સૌ અંદર પહોંચ્યા, તો કપૂરની ગોટીની જેમ અદ્દેશ્ય બનેલા શ્રી સૂરાચાર્યજીની કરામત પર
મંત્રીશ્વર વિમલ
૧૪૭
Page #160
--------------------------------------------------------------------------
________________
સૌ ભાતભાતની કલ્પનાદોડ મચાવી રહ્યા. કવિ ધનપાલની ચબરાક આંખ ભીંત પર પડી. ત્યાં સૂરાચાર્યજીના હસ્તાક્ષરમાં અંકિત એક સંદેશો હતો. એમાં લાલ લીટી તાણીને લખ્યું હતું :
જયપત્રના નામે મને પકડવાનું કાવતરું રચનારા રાજા ભોજને મારું ખુલ્લું આહ્વાન છે કે, બુદ્ધિના બળથી મને પકડવામાં બાયેલા પુરવાર થનારા તમે બધા મને બહાદુરીના બળથી કેવી રીતે કેદ કરો છો, એ હું જોઈ લઉં છું! મંત્રશક્તિના પ્રભાવે ગુજરાતની વાટે ગયેલા મને પકડવા જે શૂરા હોય, એ દોડ્યા આવજો ! જે મારો પીછો નહિ કરે, એના કપાળે આપોઆપ જ અંકિત થઈ જનારા કાયરબાયલાના કલંકને હું તો કઈ રીતે ભૂંસી શકીશ?
શ્રી સૂરાચાર્યજીની મંત્રશક્તિની આ વાત ફેલાતાં જ આખી નગરીમાં એટલી બધી વાતો થવા માંડી કે, પ્રજાનો ઘણો મોટો ભાગ જૈનાચાર્યની આવી અનેકવિધ શક્તિને બે મોઢે વખાણી રહ્યો. રાજા ભોજના કાને, આ રીતે હાથતાળી આપીને છટકી ગયેલા શ્રી સૂરાચાર્યની વાત આવતાં, એઓ પોતાના બીજા ગાલે પણ ચમચમતો તમાચો વાગતો અનુભવી રહ્યા. એક ગાલ પર તો સવારે બરાબરની થપ્પડ લાગી જ ચૂકી હતી.
રાજા ભોજની મનઃસ્થિતિ બે બાજુથી વિચિત્ર હતી, એક તો વિદ્વત્ પ્રિયતા'ની એની કીર્તિ ધૂળમાં મળી હતી, બીજું ગુર્જરેશ્વર ભીમદેવના પાટણમાં આ પગલાના પડનારા પ્રત્યાઘાતો અવંતિ માટે સારા હોવાની શક્યતા નહિવત્ હતી. ફાળ ચૂકી ગયેલા સિંહ જેવો પશ્ચાત્તાપ અનુભવતા રાજા ભોજે કવિ ધનપાલને પૂછ્યું : શું સૂરાચાર્યજી મંત્રશક્તિનાય સ્વામી છે?
કવિએ જવાબમાં સવિનય જણાવ્યું કે, મહારાજ ! આ વિષયમાં આપના કરતાં વધારે તો હું પણ જાણતો નથી !
સંધ્યાના રંગ વિલાઈ જાય, એ પૂર્વે તો કવિ ધનપાલ પોતાના મહેલના ભૂમિગૃહમાં જઈ પહોંચ્યા. ખેલાઈ ગયેલા પ્રહસનની બધી
૧૪૮ આબુ તીર્થોદ્ધારક
Page #161
--------------------------------------------------------------------------
________________
વાત સાંભળીને શ્રી સૂરાચાર્ય પણ ખડ ખડ હસી રહ્યા. કવિએ કહ્યું : મહારાજ ! હસવાના સ્થળ-સમય આ નથી ! ગુજરાતની સરહદમાં પ્રવેશ કર્યા પછી જેટલું હસવું હોય, એટલું આપ હસી શકો છો. આજનો અત્યાર સુધીનો સમય તો હેમખેમ પસાર થઈ ગયો છે, પણ રાજાઓને હજારો આંખ અને પગ હોય છે, એથી બહુ જ સાવચેતી પૂર્વક આપની વિદાયનો ભૂહ મેં ઘડી કાઢ્યો છે.
શ્રી સૂરાચાર્યજીને થયું કે, ખરેખર મને આ પરમહંત મહાકવિ ધનપાલનું પીઠબળ પ્રાપ્ત ન થયું હોત, તો પૂ. ગુરુદેવે ખાનગીમાં કહેલા અને દંડનાયક વિમલ આદિની સમક્ષ રજૂ કરેલાં ભયસ્થાનોના ભરડામાં હું આબાદ ભીંસાઈ જાત ! એથી એમણે ગંભીરતાથી કહ્યું : મહાકવિ ! બોલો, તમારો બૃહ શો છે?
કવિએ ચોમેર નજર ફેરવી લઈને ખૂબ જ ધીમા સ્વરે કહેવા માંડ્યું : જુઓ, મહારાજ ! અહીંથી લગભગ રોજ તંબોળીઓ મોટા જૂથમાં ગુજરાત તરફ જતા હોય છે, રોજની એમની એ અવરજવર ચાલુ હોય છે, એથી ગુપ્તચરો આદિના સંદેહનો વિષય એઓ ભાગ્યે જ બને છે. માટે આપે આ તંબોળીઓના જૂથમાં ભળી જઈને માલવાની સરહદ પૂરી કરી નાખવાની છે. કાલથી આઠમે દિવસે આપ ગુજરાતની સરહદમાં પ્રવેશી જશો, ત્યાંથી પાછી આપે શ્રી સૂરાચાર્યજી તરીકે આગળ વધવાનું છે. મારા એક વિશ્વાસુ માણસ સાથે આ ઘટનાના અને અઠવાડિયા પછી ગુજરાતની સરહદે આપની સેવામાં ઉપસ્થિત રહેવાના સમાચાર કાલે જ દંડનાયક વિમલ પર રવાના થઈ જશે.
કવિએ વાત પૂર્ણ કરીને માફી માંગતાં કહ્યું : મહારાજ ! આપને અમે જેટલા ઠાઠમાઠથી અહીં લાવ્યા, એટલા જ અસંતોષ સાથે પાછા મોકલીએ છીએ. એ બદલ અત્યારે તો હું જ ક્ષમા યાચું છું. આપનું આગમન ખરેખર જૈનશાસનનો જયજયકાર જગવવામાં પ્રબળ નિમિત્ત બની ગયું છે, એમાંય આજના પ્રસંગે તો એમાં જબરો જુવાળ આણ્યો
મંત્રીશ્વર વિમલ
છે ૧૪૯
Page #162
--------------------------------------------------------------------------
________________
છે અને રાજા જેવા માણસોના થોડાક અપવાદને બાદ કરતાં સૌના માં પર એક પ્રભાવક જૈનાચાર્ય તરીકે આપનાં નામ-કામ રમી રહ્યાં છે. પણ આ જૈનશાસનનો વિજય આપની જાત માટે પરાજય કરતાંય વધુ પીડાદાયક બની રહેશે, એનું દુઃખ વ્યક્ત કરવા મારી પાસે શબ્દો નથી!
મહાકવિની આંખે ઝળઝળિયાં આવી ગયાં, એમનું ગળું રુંધાઈ ગયું. સૂરાચાર્યજીએ કહ્યું : કવિ ! તમારે આઘાત અનુભવવાનો હોય કે કર્તવ્ય અદા કર્યાની સંતોષાનુભૂતિ માણવાની હોય ! તમે આ પળે એક એવું સુરક્ષા-પુણ્ય ઉપાર્જી રહ્યા છો કે, ભવિષ્યમાં જે પુણ્યનો પ્રભાવ, શત્રુ સેનાથી ઘેરાઈ ગયેલા તમે એકલવાયા અને અસહાય હો, તોય તમારો વાળ પણ વાંકો થવા ન દે !
મહાકવિ અને સૂરાચાર્ય છૂટા પડ્યા. કારણ કે ધનપાલના માથે આશંકાનાં વાદળો ઘેરાય, એવી પૂરી સંભાવના હતી. એઓ બહાર એક લટાર મારી આવ્યા, તો જણાયું કે, આકાશ સાવ નિરભ્ર છે, વાદળના આગમનની કોઈ સંભાવના નથી ! એ નિરભ્રતાનો લાભ લઈને સૂરાચાર્યજી ગુજરાત ભણી ગુપ્ત રીતે ચાલી નીકળ્યા. પરંતુ થોડા દિવસો પછી નિરભ્ર એ આકાશમાં આશંકાનું વાદળ એકાએક ટપકી પડ્યું અને રાજા ભોજે કવિ ધનપાલને એકાંતમાં પૂછ્યું : કવિરાજ ! મને હજી એ શંકાનું સમાધાન થતું નથી કે, સૂરાચાર્યજી કેવી રીતે જતા રહ્યા ! મંત્રની વાત મનમાં બરાબર ઊતરતી નથી. જો આવી કોઈ શક્તિ એમની પાસે હોત, તો બંધનમાં બદ્ધ બનીનેય એઓ સૌની સમક્ષ ઉઘાડેછોગે મુક્ત બની શક્યા હોત ! ગુપ્તચરોની તપાસ હજી ચાલુ જ છે. એમાં એક એ કડી વિચારણીય જડી આવી છે. એ દહાડે જ્યારે સૈનિકોનો પહેરો ગોઠવાઈ ગયો, ત્યારે એક વૃદ્ધ અને મેલા ઘેલા મુનિ સિવાય બહાર કોઈ નીકળ્યું નહોતું અને એ મુનિનું નિર્ગમન તો તમારી સાથે સંકળાયેલું છે. સૈનિકોને અત્યારે હવે બરાબર યાદ આવે છે કે, એ મુનિ ઉપાશ્રયમાં પાછા ફર્યા નહોતા ! તો શું.
૧૫૦ આબુ તીર્થોદ્ધારક
Page #163
--------------------------------------------------------------------------
________________
કવિ ધનપાલે હસતાં હસતાં વાક્ય પૂર્ણ કર્યું કે, હું સૂરાચાર્યજીને ભગાડી ગયો એમ આપનું કહેવું છે. તો ચાલો, એમ માની લો !
ગુજરાતની સરહદમાં પહોંચ્યા બાદ દંડનાયક શ્રી વિમલની પ્રગટ અપ્રગટ દેખરેખ નીચે શ્રી સૂરાચાર્યજી પાટણ પહોંચી ગયાના પાકા સમાચાર ક્યારનાય આવી ગયા હતા, એથી કદાચ હવે રહસ્ય ખુલ્લું થાય તો કંઈ વાંધા જેવું નહોતું. એમાં વળી અનુકૂળ પળ મળી ગઈ, પછી કવિ ધનપાલ એ પળને વધાવ્યા વિના રહે ખરા ?
રાજા ભોજ પણ આજે મોજમાં હતા, એમણે કહ્યું : કવિ ! હું આક્ષેપ ક્યાં કરું છું ! શું આશંકા વ્યક્ત કરવાનો પણ મારો અધિકાર નહિ ! એ મુનિ નીકળ્યા આ પૂર્વે પણ અને પછી મોડેથી પણ તમારી હાજરીની સૈનિકોએ નોંધ લીધી છે.
‘મહારાજ ! સાચું કહી દઉં ! એકદમ સાચું ?' કવિએ બાળ રમત આદરી.
ભોજે કવિને કહ્યું : તમને શું મારાથી ભય છે કે, આટલું બધું તાણીને મારી ઉત્કંઠાને વધારો છો ?
ના, મહારાજ ! ના, અભયદાતા સમા આપની છત્રછાયામાં મને ભય વળી કેવો ? જ્યારથી આપની સેવા સ્વીકારી છે, ત્યારથી જ આપના ‘અભય વચન'નું કવચ દિવસ-રાત મને રક્ષી રહ્યું હોય, એમ મને લાગ્યા જ કરે છે. મહારાજ ! આપ જ અત્યારે સ્વસ્થતાથી વિચારો કે, જો એ દહાડે શ્રી સૂરાચાર્યજી જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હોત, તો સર્વત્ર સ્વૈર-વિહાર માણતી આપની કીર્તિસુંદરીના કદમમાં પણ લોખંડી બેડી પડી જાત કે નહિ ? આપની કીર્તિ કલંકિત ન બને અને ગુર્જરાધિપતિ ભીમદેવ જેવા રાજવીને ભડકો કરવાની કોઈ ખોટી તક ન મળે, એ દૃષ્ટિએ પણ સૂરાચાર્યજીની સુરક્ષા જરૂરી નહોતી શું ?
મંત્રીશ્વર વિમલ
૧૫૧
Page #164
--------------------------------------------------------------------------
________________
ભોજે ફાટી આંખે પૂછ્યું : કવિજી ! એટલે શું મંત્રશક્તિની વાત મિથ્યા? શું તમારી શક્તિથી જ શ્રી સૂરાચાર્યજી સુરક્ષિત રહી શક્યા? માંડીને વાત કરો, તો કંઈ ખ્યાલ આવે. તમે તો અભયના કવચથી સરક્ષિત જ છો, પછી ડરવાની જરૂર શી છે?
ધનપાલને થયું કે, હવે તો પ્રતીક્ષાના તાંતણાને તાણીને લાંબો કરવામાં મજા નથી ! એથી એમણે બધી જ વાત કહી સંભળાવી. કવિએ એવી ભૂમિકા રચ્યા બાદ બધી વાત કરી હતી કે, ભોજ બળજબરીથી ગુસ્સાને બહાર ખેંચી લાવવા સફળ નીવડે એમ નહોતા ! - શ્રી સૂરાચાર્યજીની આ માયાજાળની વાત ધારા નગરીમાં ફેલાતાં કુલચંદ્ર નામના એક સાહસવીર સેનાપતિએ ખૂબ જ મર્માઘાત અનુભવ્યો અને એક દિવસ એમણે ભરી સભામાં પ્રતિજ્ઞા કરી કે, મહારાજ ભોજ ! આપ આજ્ઞા કરશો, તો હું ગુજરાત પર વિજય મેળવીને એ ભીમને બતાવી આપીશ કે, અવંતિનો એક સેનાપતિ પણ ગુજરાતને જીતવા કેવો સમર્થ છે !
રાજા ભોજે કુલચંદ્રની પીઠ થાબડીને કહ્યું કે, યુદ્ધ જીતવા માટે જરૂરી ઉત્સાહ અને સાહસ : આ બે જરૂરી ચીજ તમારી પાસે છે, માટે તમારા વિજય માટે કોઈ શંકા નથી. તમે જણાવશો, ત્યારે તમારી ઇચ્છા મુજબના વિશાળ સૈન્ય સાથે ગુજરાત-વિજય માટે તમને વિદાય આપવામાં આવશે. મને વિશ્વાસ છે કે, ઘૂળમાં ઘમરોળાઈ ગયેલી ધારાની ધારણાને તમે પાછી સફળ બનાવશો.
રાજા ભોજ અને સેનાપતિ કુલચંદ્ર છૂટા પડ્યા. પોતાના ગુપ્તચરો દ્વારા કુલચંદ્ર ગુજરાતની રાજકીય પરિસ્થિતિને પામવાના પ્રયાસો પ્રારંભી દીધા. થોડા મહિના પછી એક વાર ગુપ્તચરો દ્વારા જે સમાચાર મળ્યા. એથી પ્રોત્સાહિત થઈને સેનાપતિ કુલચંદ્ર રાજા ભોજને કહ્યું : રાજન્ ! આ સેવકને આજ્ઞા આપો, ગુજરાતના વિજય માટે આવી અનુકૂળ તક ફરી પાછી નહિ મળે. રાજા ભીમદેવે પોતાના તમામ બળ
૧૫ર જ આબુ તીર્થોદ્ધારક
Page #165
--------------------------------------------------------------------------
________________
સાથે સિંધ પર સંગ્રામ લઈ જવાનો અત્યારે નિર્ણય કર્યો છે ! આમ,પાટણનું પાંજરું અરક્ષિત બનશે, એથી એમાં રહેતા સ્વતંત્રતાના પક્ષીને કેદ કરતાં હવે શી વાર લાગવાની હતી !
ભોજને થયું કે, કુલચંદ્ર ખરો અવસર સાધ્યો ! એક તો ઢીલી ખીચડી ખાનાર ગુજરાત ને એમાં વળી રાજાના રક્ષણ વિનાનું પાટણ !
કુલચંદ્ર સેનાપતિએ ગુજરાત તરફ વિજય-યાત્રા કાજે પગલું ઉઠાવ્યું, ત્યારે ધારાનગરીનો હર્ષ જાણે છલકાઈ-ઉભરાઈ જઈને નીચે વેરાઈ રહ્યો હતો.
મંત્રીશ્વર વિમલ
છે ૧૫૩
Page #166
--------------------------------------------------------------------------
________________
| સંગ્રામની સવારી વિજયની વાટે
Ol01
| ગુર્જર રાષ્ટ્રની ભૌગોલિક સીમાઓ જ્યારે ખૂબ જ વિસ્તૃત હતી અને એની પાટનગરી તરીકે જ્યારે અણહિલ્લપુર પાટણનાં નામ-કામ ગાજતાં હતાં, ત્યારે એની આસપાસમાં ગુર્જર રાષ્ટ્ર સાથે બાકરી બાંધનારાં મુખ્ય રાજ્યો ત્રણ હતાં : એક માળવા, બીજું સિંધ અને ત્રીજું ચેદિ. આ ત્રણે દેશોની સત્તાઓ પર વિજય-ધ્વજ રોપીને ગુર્જર રાષ્ટ્રની આણ સ્થાપિત કરવાના મનોરથો સેવનારા પાટણના પ્રતાપી રાજવીઓમાંના એક રાજા ભીમદેવ પણ હતા. અવારનવાર એમની વિજિગીષા આ ત્રણે રાજ્યોને
Page #167
--------------------------------------------------------------------------
________________
જીતી લઈને, ગુર્જર રાષ્ટ્રનો વિજયધ્વજ અણનમ રાખવાના મનોરથ સેવ્યા કરતી, એ જાણતા હતા કે, આ જીત સહેલી નથી ! પણ મંત્રીશ્વર નેઢ અને દંડનાયક વિમલની સેવાઓ મળ્યા બાદ એમનામાં એવી શ્રદ્ધાનો ફરી સંચાર થયો હતો કે, એક દિવસ આ વિજિગીષા જરૂર ગુર્જર રાષ્ટ્રનો જયધ્વજ લહેરાવીને જ સંતોષનો શ્વાસ લેશે.
છેલ્લા થોડા સમયથી જે સમાચારો આવી રહ્યા હતા, એ રાજવી ભીમદેવની વિજિગીષાને ઉશ્કેરે એવા હતા, માલવપતિ ભોજરાજે શ્રી સૂરાચાર્ય સાથે જે વર્તન કર્યું હતું, એને એઓ ગુર્જર રાષ્ટ્રનું હડહડતું અપમાન સમજતા હતા, સિંધપતિ હમીરસુમરો વારંવાર ગુજરાતની સામે બાંયો ચડાવી રહ્યાના સમાચારો મળતા રહેતા હતા. ચેદિરાજ પણ ગુજરાતના વધતા જતા ગૌરવને જોઈને બળ્યા કરતો હતો અને બેઠો બળવો જગાવવાની ઠંડી તાકાત એકઠી કરી રહ્યો હતો.
આમ, માળવા, સિંધ ને ચેદિનો ત્રિભેટો ધરાવતું ગુર્જર રાષ્ટ્ર, મહા સાહસિક ભીમદેવ જેવા રાજવીને પામીને પોતાની સરહદોને સુવિશાળ બનાવવાના દિવાસ્વપ્નમાં રાચે એ કોઈ નવી કે નવાઈની વાત નહોતી ! એક દિવસ રાજા ભીમદેવે, ગુર્જર રાષ્ટ્રની આવી હાકલ મનોમન સાંભળીને કર્તવ્ય કાજે કટિબદ્ધ થઈ જવાના અવસરને વધાવી લેવાની વાત મંત્રીઓ સમક્ષ રજૂ કરતાં કહ્યું :
વનરાજ ચાવડાથી માંડીને આજ સુધી થઈ ગયેલા, પાટણના પ્રતાપી પૂર્વજો ગુર્જર રાષ્ટ્રના ગૌરવની વૃદ્ધિ કાજે કટિબદ્ધ રહ્યા છે, એનો જ આ પ્રભાવ છે કે, ગુર્જરની આ ધરતીના સીમાડાઓ વિસ્તરતાં આજે છેક માલવ, સિંધ ને ચેદિના ત્રિભેટાની ક્ષિતિજ સુધી પહોંચી ગયા છે. એથી પણ પૂર્વજોની આ એક પરંપરાને આગળ વધારવી, એ આપણી પણ એક ફરજ બને છે.”
ભીમરાજની આ ભૂમિકાનું હાર્દ પામી જઈને દંડનાયક વિમલે કહ્યુંઃ મહારાજ ! માલવાને મુઠ્ઠીમાં સમાવવું, એ તો સાવ સહેલી વાત મંત્રીશ્વર વિમલ ૧૫૫
Page #168
--------------------------------------------------------------------------
________________
છે, એથી માલવા સામે તો ક્યારે પણ મુકાબલો કરી શકાય એમ છે. એથી આપની નજરે જો મારા જેવાની એક વાત યોગ્ય લાગતી હોય, તો અત્યારે સિંધ તરફ સંગ્રામની સવારી લઈ જવા જેવી છે. ત્યાંથી ચેદિ તો નજીક જ છે. એથી જો વિધિ અને વાતાવરણ અનુકૂળ રહે, તો તો સંગ્રામની આ એક જ સવારી બંને દેશો પર વિજયનો વાવટો ફરકાવવામાં સફળ બની શકે, એવી આશા રાખવી, અસ્થાને નહિ જ ગણાય.
રાજા ભીમદેવ સહિત સૌને આ વ્યૂહ પસંદ પડી ગયો. એક સિંધ પર વિજય મેળવી લેવાય, તો ચેદિ તો ચાકરનો ચહેરો ધરીને સામે પગલે શરણે આવે એમ હતું. આવો વ્યૂહ બતાવીને યશના ભાગીદાર બનનારા દંડનાયક વિમલ સામે અણગમો હોવા છતાં દામોદર મહેતાની સામે સિંધ-સંગ્રામથી વધુ સારો કોઈ વિકલ્પ નહોતો, એથી એમણેય વિમલની આ વાત વધાવી લીધી. અને થોડા જ દિવસોમાં વ્યૂહરચનાઓ વિચારાઈ જતાં ‘સિંધ સામે સંગ્રામ' જાહેર થઈ ચૂક્યો.
આ જાહેરાતના પગલે પગલે પાટણની પ્રજામાં કોઈ નવી જ ચેતના રેડાઈ અને યુદ્ધને લગતી અનેકવિધ તડામાર તૈયારીઓથી પાટણ જ નહિ, સમગ્ર ગુજરાત ધમધમી ઊઠ્યું. યુદ્ધના વ્યૂહ તૈયાર કરવાથી માંડીને, સુસજ્જ સૈનિકોની ચૂંટણી કરવા સુધીની સર્વેસર્વા સત્તા દંડનાયક વિમલને સોંપવામાં આવી હતી. આ જવાબદારી નાનીસૂની ન હતી ! આ જવાબદારીની સફળતા જેમ ભારોભાર જશ અપાવવા સમર્થ હતી, એમ અસફળતા-અપજશનો ટોપલો માથે ઝીંકી દીધા વિના રહે એમ નહોતી ! પરંતુ મનસ્વી પુરુષોની એ જ વિશેષતા હોય છે કે, મોટામાં મોટી જવાબદારી પણ એમને વ્યગ્ર બનાવી શકતી નથી. માળી એક બગીચાને જળથી સિંચવામાં જ્યારે થકાવટ અનુભવે છે, જ્યારે મેઘરાજાના માથે આખા જગતને નીરથી નવડાવવાની મોટી જવાબદારી હોવા છતાં આ જવાબદારી અદા કરતાં
આબુ તીર્થોદ્વારક
૧૫૬
Page #169
--------------------------------------------------------------------------
________________
કરતાં પણ વીજળીના બહાને પ્રસન્નતા વ્યક્ત કરતા એ મેઘરાજા ગર્જનાના બહાને ખડખડાટ હસી પણ લેતા હોય છે. દંડનાયક વિમલના માથે અનેકવિધ જવાબદારીઓ હતી. આબુને જૈન તીર્થ બનાવવાનું મહાસ્વપ્ન તો આંખમાં ઘેરાયેલું હતું જ. તદુપરાંત જિનમંદિરથી મંડિત નવા મહેલનું કામ ધમધોકાર ચાલી રહ્યું હતું ને યુદ્ધની આ જવાબદારી તો ખૂબ જ મોટી હતી ! છતાં દંડનાયક વિમલ જરાય વ્યગ્ર બન્યા વિના બધી જવાબદારીઓને બરાબર અદા કરી રહ્યા અને એ ઘડીપળ આવી પહોંચ્યાં, જ્યારે રણઝાલરીના નાદે નાદે રાજવી ભીમદેવે પોતાની સંગ્રામ-સવારીને સિંધની સરહદ સુધી દોરી જવાનો આદેશ આપ્યો.
ગુર્જરેશ્વર પાટણપતિ શ્રી ભીમદેવને એકી સાથે બે મોરચે યુદ્ધ લઈને પ્રયાણ કર્યાના સમાચાર ધીમે ધીમે બધે ફેલાવા માંડ્યા. એથી મિત્રરાજ્યોમાં આનંદની અને સહાયક થવાની લાગણી ફેલાઈ રહી, તો શત્રુરાજ્યોમાં વિષાદની તેમજ સ્વ-સુરક્ષાની ચિંતા ઘેરી બની રહી. ભીમદેવની આણ મુજબ સિંધ તરફ કૂચ કરતા સાગર સમા સૈન્યના સેનાધિપતિ તરીકે દંડનાયક શ્રી વિમલને અને ચેદિદેશ તરફ આગળ વધતા સૈન્યના સેનાપતિ શ્રી સંગ્રામસિંહને જોવા ગામેગામ લોકોનાં ટોળેટોળાં ઊમટવા માંડ્યાં. બંને સૈન્યનો લગભગ ઘણોખરો રસ્તો તો એક જ હતો. સિંધના સીમાડા નજીક આવ્યા બાદ જ ચેદિ દેશનો રાહ અલગ ફંટાતો હતો. - દામોદર મહેતા મનમાં મલકાયા કરતા હતા અને વિચારતા હતા કે, વણિકોનું વીરત્વ હવે મપાઈ જશે. સિંધના હમીર સુમરાના હલ્લાને મારી હટાવવો, એ વાદળથી વિખૂટી પડી ચૂકેલી વીજળીને પાછી વાળવા જેવો ખેલ છે અને ચેદિરાજ કર્ણના સૈન્યની સામે પડવું, એ મહાસાગરની ભરતીને બાહુના બળથી હંફાવવા જેવી વાત છે. ખરેખર મારા મનોરથ હવે ફળવાની અણીએ આવીને ઊભા લાગે છે, જેથી જ મંત્રીશ્વર વિમલ ર૦ ૧૫૭
Page #170
--------------------------------------------------------------------------
________________
વિમલ અને સંગ્રામસિંહને વાઘની બોડમાં હાથ નાખવા જેવી આ જીવલેણ જવાબદારી અપાઈ છે !
– ૦ –
ઇતિહાસના પાને સિંધે રોકેલાં પ્રકરણો ખૂબ જ થોડાં છે. ઈ.સ. ૭૧૧માં મહંમદ કાસીમની સરદારી હેઠળ આરબોએ સિંધ સામે આક્રમણ કર્યું હતું, ત્યારે ત્યાં દાહિરરાયનું રાજ્ય ચાલતું હતું. પણ આ આક્રમણ સામે સિંધ ટકી શક્યું નહોતું, ત્યારથી એની પાયમાલી પ્રારંભાઈ હતી. આરબો સાથે ઝઝૂમતો દાહિરરાય પોતાના જ સેનાધિપતિઓના વિશ્વાસઘાતનો ભોગ બનીને એ યુદ્ધમાં મરાયો અને સિંધ પર આરબ-સત્તાનો સૂર્યોદય થયો. પણ મધ્યકાળમાં સુમરા રજપૂતોએ માથાભારે બનીને એ મધ્યાહ્નને અસ્તાચલને આરે લાવી મૂક્યો, આરબોને એમણે હાંકી કાઢયા અને સિંધનું સિંહાસન એમણે કબજે કર્યું.
સિંધમાં સુમરા-રજપૂતોએ સરજેલી ક્રાંતિના આ પાયા આગળ જતાં જ્યાં સ્થિર થવાની આશા બંધાઈ, ત્યાં જ ગુજરાતના આક્રમણનું એ ભોગ બન્યું. ભીમદેવની સાથે જયારે દંડનાયક વિમલે મોટી સેના લઈને સિંધની સરહદ તરફ સંગ્રામની સવારી આગળ વધારી, ત્યારે સિંધના સિંહાસન પર હમીર સુમરાની હકૂમત હતી.
આ સમયે હમીર સુમરાએ કચ્છની થોડીઘણી ભૂમિ પડાવી લઈને સિંધની કીર્તિ વધારી હતી ખરી ! પણ એથી કચ્છના રાણા કેશર મકવાણા સાથે વેરવિરોધ પેદા થયો હતો, એ હમીર સુમરા માટે પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવો કારમો નીવડી રહ્યો હતો. કારણ કે કેશર મકવાણો બહુ બળિયો હતો અને પડાવી લેવાયેલી એ પૃથ્વીનો રોષ વ્યક્ત કરવા એ સિંધની સરહદમાં ઘૂસી જઈને અને નાનાંમોટાં છમકલાં કરતા રહીને, મોટા પ્રમાણમાં પશુધનને પડાવી લેતો હતો. રોજની આ લડાઈથી કંટાળીને એક વાર હમીરે પૂરી હિંમત સાથે કેશર
૧૫૮
આબુ તીર્થોદ્ધારક
Page #171
--------------------------------------------------------------------------
________________
મકવાણાને પડકાર્યો, એમા મોટી જાનહાનિ થઈ, છતાં સિંધનું ભાગ્ય જાગતું હશે, એથી કેશર મકવાણો મરાયો, હમીર જીત્યો, અને કચ્છના કીર્તિગઢ પર સિંધ-સામ્રાજયનો ધ્વજ ફરકી ઊઠ્યો.
આ યુદ્ધ ખેલાયાની હજુ કળ ઊતરી નહોતી, ત્યાં જ ગુજરાત તરફથી યુદ્ધનો લલકાર આવી પડવાના એંધાણ મળતા હમીર સુમરો એક વાર તો મૂંઝાયો, પણ એય મર્દનો બચ્ચો હતો, એથી યુદ્ધમાં જેની કિંમત છે, એ હિંમતને હૈયાથી જરાય વેગળી રાખ્યા વિના હમીર સુમરાએ ભીમદેવની સામે યુદ્ધના મેદાનમાં ઝંપલાવવાનો આખરી નિર્ણય કર્યો અને ગુજરાત તરફતી આવતી એ સંગ્રામ-સવારીનું સ્વાગત કરવા કાજે સજ્જ બનવા સિંધ કેડ કસી.
વર્ષાનું આગમન સૂચવવા જેમ વીજળી આગળ આવે, સૂર્યનો ઉદયકાળ જેમ પ્રભાતના પગલે સૂચિત થાય, એમ સંગ્રામનું સૂચન દૂત દ્વારા થાય ! જ્યાં જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજના નામે આજે ઓળખાતી નદીઃ આ પાંચ નદીઓ સિંધુ નદીમાં મળતી હતી અને સિંધુને સાગર જેવું સામ્રાજ્ય બક્ષતી હતી, એ પંચનદપંજાબની નજીકના પ્રદેશમાં છાવણી નાખી રહેલા ભીમદેવે એક દહાડો સંગ્રામની સુરંગમાં દારૂગોળો ચાંપવા એક દૂતને હમીર સુમરાની સભામાં મોકલ્યો. એની સાથે પાઠવેલો સંદેશ દંડનાયક વિમલે તૈયાર કરાવ્યો હતો. એમાં લખ્યું હતું કે, સિંધના સામ્રાજ્યથી જ જો સંતોષ હોય, તો ગુર્જરાધિપતિ ભીમદેવ સાથે સંધિ કરો અને સ્વર્ગલોકનું સામ્રાજ્ય મેળવવાનો લોભ હોય, તો સંગ્રામને સ્વીકારો ! સિંધરાજ ! અત્યારે તો ગુજરાતની આ બે જ વાત છે.
ગુર્જરેશ્વરનો આ સંદેશ લઈને દૂત મારતે ઘોડે હમીર સુમરાની સભામાં જઈ પહોંચ્યો. પોતાના બળનું ઘમંડ ધરાવતી સિંધ-સભા એમ જ ધારતી હતી કે, ગભરાઈ જઈને ભીમદેવે સંધિ કરવા આ દૂત મોકલ્યો હોવો જોઈએ, પણ એ સંદેશો વાંચીને ગુસ્સે ભરાઈ ગયેલા અને ભૂકુટિ ચડાવીને ચહેરાને ભીષણ બનાવનારા હમીર સુમરાને મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૫૯
Page #172
--------------------------------------------------------------------------
________________
જોતા જ સૌને ખ્યાલ આવ્યો કે, આ તો સંગ્રામનો સંદેશો આવ્યો લાગે છે ! હમીર સુમરાએ ગુજરાતના એ દૂતને એટલું જ કહ્યું કે, રાજ્યનો લોભ તો તારા રાજાને લાગ્યો છે, એથી જ તો છેક ગુજરાતમાંથી રખડતો રખડતો એ અહીં આવ્યો છે. અહીંથી સ્વર્ગના સામ્રાજય તરફ ટૂંકી કેડી જાય છે, ભીમદેવ ભલે અહીં આવે, હું એને જરૂર આ કેડીએ વળાવી આવીને એના લોભને સફળ બનાવવામાં સહાય કરીશ. તું દૂત છે, તને તો વધુ શું કહેવાનું હોય, તારા સ્વામીને તું કહેજે કે, આ સિંધુપતિએ કચ્છના કેસર સામે જે કેસરિયાં કર્યા, એનાથી ગુજરાત અજાણ લાગે છે અને એથી જ આમ વિચાર્યા વિના આવીને સિંધની સામે સંગ્રામનો પડકાર ફેંકવાની પાગલતા કરી છે. પણ સિંધ આ સંગ્રામને બધી રીતે પહોંચી વળવા તૈયાર છે. માટે તમે જીવવા માંગતા હો, તો સંધિ કરી લો. નહિ તો તમને સ્વર્ગે પહોંચાડવા સિંધને સંગ્રામ કર્યા વિના થોડું જ ચાલવાનું છે?
ગુજરાતના ગૌરવ સામેના આ અપમાનને ગળી જાય, એવો દૂબળો એ દૂત નહોતો. એણે કહ્યું : સિંધરાજ ! વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આ લોકવાણીનો હું પૂરો શ્રદ્ધાળુ નહોતો, પણ આજે જ્યારે ગુજરાત તમારી પર દયા ગુજારીને તમને બચવાની તક આપવા ઉદાર બન્યું છે, ત્યારે પણ તમે આ રીતે સંગ્રામની જ હઠ પકડીને બેઠા છો, એથી મને હવે તો ચોક્કસ એ લોકવાણી સાચી જણાય છે કે, વિનાશ નજીક આવે છે, ત્યારે બુદ્ધિમાં વિપયંસ આવી જાય છે અને માણસ
જીવવા માટે મરણનો માર્ગ સ્વીકારવાની છેલ્લી હદ સુધીની પાગલતાનો ભોગ બની જાય છે. સિંધરાજ હું જાઉં છું, હવે તો ફરી પાછા યુદ્ધના મેદાનમાં જ મળીશું !
ગુર્જરેશ્વરની ધારણા મુજબનો સંદેશ લઈને દૂત ભીમદેવની છાવણીમાં આવે, એ પૂર્વે જ પ્રયાણની અને થોડાક જ દિવસો પછી ખેલાનારા જંગની તૈયારીઓ ચાલુ થઈ ચૂકી હતી. એ દૂતનું આગમન થતાં સુધીમાં તો એ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો હતો,
૧૬૦ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #173
--------------------------------------------------------------------------
________________
એથી બનતી ઝડપે પ્રયાણ થયું અને સિંધ રાજ્યની પાટનગરીના પાદરે આવી જઈને, અજગર વૃક્ષને ભરડો લે, એમ ભીમદેવની સેનાએ પાટનગરને ઘેરી વળી. યુદ્ધના સૂર્યોદયની ઘડીઓ ગણાઈ રહી. બીજા દિવસની સવાર થતાં જ રણવાદ્યો વાગવા માંડ્યાં અને યુદ્ધનો પ્રારંભ થોડી જ વારમાં થઈ ચૂક્યો. દંડનાયક વિમલના અતિ આગ્રહથી ભીમદેવે આજ પછીના યુદ્ધમાં પાણી બતાવવાનો નિર્ણય કર્યો હતો. એથી એ દહાડે ગુર્જર-સૈન્યનું સુકાન હાથમાં ઝાલીને, પહાડ પરથી પડતા ધોધની અદાથી દંડનાયક વિમલ પોતાના સૈન્ય સાથે સિંધની સામે ધસી ગયા.
હમીર સુમરાની ધારણા હતી કે, પહેલો માર મારે, એ કદી ન હારે ! એથી આજે એ સ્વયં સંગ્રામમાં ઊતર્યો હતો. પોતાની સામે જુવાનજોધ રૂપરૂપના અંબાર સમા અને જોતાં જ દુમનને પણ પ્યાર કરવા વિવશ બનવું પડે, એવા રૂડા-રૂપાળા વિમલને ઊભેલો જોઈને દયા કરતાં એણે કહ્યું : મને તારી પર દયામાયા જાગે છે. મજા કરવાની તારી આ વય છે, સજા ભોગવવાની તારે હજી વાર છે, અને તારા રાજાની નિષ્ફરતા અને નબળાઈ પર ખીજ ચડે છે કે, મરવા માટે બીજું કોઈ ન મળ્યું કે આવા બત્રીસ લક્ષણા પુરુષને મોતના મોંમાં ધકેલી દીધો !
વિમલ પાસે તો વીરરસનો ભંડાર ભરેલો જ હતો. એથી એણે કહ્યું : સિંધરાજ ! જો વાતોનાં વડાં તળવાથી જ યુદ્ધ જિતાતાં હોત, તો આ યુદ્ધના મોરચા બાયેલાઓથી અને બાયડીઓથી જ ઊભરાઈ ઊઠત ! મારી દયા ખાવાની જરાય જરૂર નથી. જો દિલમાં દયામાયા જાગતી જ હોય, તો સૈનિકને છાજે એવા આ વાઘા ઉતારી દઈને, ભગવાં ધારણ કરતાં તમને કોણ રોકે છે? નિષ્ફરતા અને નબળાઈના આક્ષેપોની સત્યાસત્યતાનો ફેંસલો કરવા તો આપણે ભેગા થયા છીએ. અમારા રાજા ભીમદેવ જેવી સમજણ અને સંગ્રામશક્તિ પામવા માટે તો ન જાણે, તમારે હજી કેટલા ભવ કરવા પડશે, સોયની અણીથી મંત્રીશ્વર વિમલ 26 ૧૬૧
Page #174
--------------------------------------------------------------------------
________________
કામ પતી જતું હોય, તો સમશેરની શક્તિનો ઉપયોગ ન થાય, આટલી સાદી અને સીધી વાત પણ શું તમને સમજાવવી પડશે ? બોલો, સિંધરાજ ! તલવાર તૈયાર છે ને કે હજી સરાણે ઘસીને તલવારને તેજસ્વી બનાવવાનું મુહૂર્ત કઢાવવા જોષીને તેડું મોકલવાનું બાકી છે ?
સિંધરાજે સણસણતો જવાબ વાળ્યો : સોયની અણીથી જ મને ખતમ કરવાના મિથ્યા ઘમંડમાં રાચનારો આ બિચારો કોઈ વણિક લાગે છે. એથી મારે બતાવી આપવું પડશે કે, હાથમાં ત્રાજવું ઝાલવું એ જુદી વાત છે અને તલવાર તાણવી એ જુદી વાત છે !
વળતી જ પળે વિમલે જવાબ આપ્યો : સિંધરાજ ! આજે તમે આંખ ફાડી-ફાડીને એ બરાબર જોઈ લેજો કે, ત્રાજવું ઝાલનારા મારા હાથ તલવારને કેવી શોભાવી જાણે છે ! જો તમે રાજી હો, તો આપણે બને જ આજે જંગ ખેલી લઈએ, આ સૈનિકોનાં લોહી વહાવવાની શી જરૂર છે.
સિંધરાજ વધુ આનંદમાં આવી ગયા. એમને થયું : એકલા જ લડવાનું હોય, તો તો આ વાણિયાને ચપટીમાં ચોળી નાખું! એમણે સમશેર ઘુમાવતાં કહ્યું : વિમલ ! તમે તમારું ત્રાજવું લઈ ને હાજર થઈ જાવ.
વિમલે વીરતાથી તલવાર તાણીને કહ્યું : મારી આ તલવાર જ તમારી કાયરતા જોખવા આજે ત્રાજવું બનવાની છે ! - બંને સૈન્યના વીર સૈનિકો જોતા જ રહ્યા અને પથ્થર જેવા સિંધરાજ તેમજ લોહ જેવા વિમલ વચ્ચે ખરાખરીનો જંગ પ્રારંભાઈ ગયો. બંને બળિયા હતા, છતાં વિમલના બાહુને વરેલ કળ-બળ સૌને વધુ આશ્ચર્યમુગ્ધ બનાવતા હતા. વિજયની આવનજાવન બંને પક્ષે થતી જ રહી. પણ કોઈ હાર સ્વીકારે, એમ ન હતું. વિમલે બળ-કળના પ્રયોગો અજમાવીને સિંહ જેવા સિંધરાજને સસલા જેવા બનાવી દીધા. સાંજ થવા આવી. ધાર્યું હોત તો વિમલ ક્યારનો ખેલ ખતમ કરી
૧૬૨ ૯ આબુ તીર્થોદ્ધારક
Page #175
--------------------------------------------------------------------------
________________
શક્યા હોત, પણ પોતાની પર ‘વણિક’ તરીકે કરેલા જૂઠા આક્ષેપોની સરાસર અસત્યતા પુરવાર કરવા જ વિમલે જાણે બાલ-૨મતનો આશરો લીધો હતો. અને યુદ્ધ લંબાવ્યું હતું.
વિમલે ચોમેર નજર કરી, સૌ પોતાને ફાટી આંખે નિહાળી રહ્યા હતા. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. વિમલે એક એવો દાવ અજમાવ્યો કે, સિંધરાજની ચોટી પોતાના હાથમાં આવી ગઈ. હર્ષની કિકિયારી અને શોકની ચિચિયારીથી એકી સાથે એ મેદાન ઊભરાઈ ઊઠ્યું. વિમલે તલવાર તાણીને કહ્યું :
સિંધરાજ ! આ તલવારને ત્રાજવું સાબિત કરી આપવાની અને આમાં તમારી કાયરતાનો તોલ કરવાની પળ મારા હાથમાં જ છે. પણ આ યુદ્ધ આટલું જલદી પૂરું થઈ જાય, તો લોક મને બાયલો ગણે કેઆવા કાયરની સાથે બાખડ્યો અને એક કીડી પર કટક લઈ ગયો ? એથી હાથમાં આવેલા શિકારને છોડવાની અદાથી હું તમને છોડી મૂકું છું. અમારા રાજવી ભીમદેવનાં સાક્ષાત્ દર્શન કરીને, પુણ્ય કમાવાની તક તમને મળે, એ માટે જ આજે હું તમને જવા દઉં છું, કાલે ફરી મળીશું. તૈયાર થઈને આવશો, તો આજ કરતાં કાલે રમવાની વધારે મજા પડશે.
સંગ્રામને સમેટી લેવાની સૂચના આપતું રણવાઘ વાગતાં જ બંને પક્ષીય સૈન્ય પોતપોતાની છાવણીમાં જઈ પહોંચ્યું. પણ સૌના મોંમાં વિમલ સિવાય કોઈનું નામ મમળાતું નહોતું. ભીમદેવ વિમલની વીરતાની વાતો સાંભળીને ખુશખુશ થઈ ગયા.
બીજા દિવસની સવારે રણઝાલરીનો નાદ થતાંની સાથે જ બંને પક્ષો મેદાનમાં ઊતરી આવ્યા. આજે ભીમદેવ પોતાનું ભીમ-સ્વરૂપ બતાવીને સિંધરાજને ગુજરાતનું ગૌરવ બતાવી દેવા થનગની રહ્યા હતા. એથી ખરાખરીનો જંગ જામ્યો. બંને પક્ષના સૈનિકો પણ આજે મેદાનમાં ઊતરી આવ્યા હતા. થોડી જ પળો પછી જ સૌને લાગવા માંડ્યું કે વિજયનો વાવટો ગુજરાત તરફ જ નમશે.
મંત્રીશ્વર વિમલ
૧૬૩
Page #176
--------------------------------------------------------------------------
________________
ભીમદેવ માટે વિમલની વીરતા જોવાનો આ પ્રથમ જ પ્રસંગ હતો, એઓ એક વણિકની વીરતાનું સાક્ષાત્ દર્શન પામીને પોતાની જાતને કૃતાર્થ-ધન્ય માનતા સમશેર ઘુમાવી રહ્યા. સૂર્ય મધ્યાકાશે આવે, એ પૂર્વે તો સિંધરાજાનો સૂર્ય અસ્તીય ક્ષિતિજે ઢળી પડ્યો. ગુજરાતના જયજયકારથી ગગનનું ગુંબજ ફાટી પડ્યું. સિંધરાજનાં બધાં ખંડિયા રાજયો ભીમદેવ આગળ નમી પડ્યાં, ગુજરાતના એક સેનાધિપતિને સિંધનું સુકાન સોંપીને ભીમદેવ ચેદિ પતિ કર્ણને જીતવા એક દિ પ્રયાણ કરી ગયા, ત્યારે સંગ્રામસિંહ પોતાની સેના સાથે ચેદિની રાજધાનીમાં પહોંચવા આવ્યો હતો.
૧૬૪
આબુ તીર્થોદ્ધારક
Page #177
--------------------------------------------------------------------------
________________
જ
જોઈ
.
મનના મિનારા માટીમાં મળ્યા
Lotolog
રાજનીતિ કહે છે કે, નબળા સાથે લડવામાં શોભા નથી, કેમ કે આ યુદ્ધમાં બળ બતાવવાનો અવસર જ આવતો નથી ! એકદમ સબળા સાથે લડવું, એય શોભાસ્પદ નથી. કેમ કે આમાં મૃત્યુ નક્કી છે અને પોતાના પરાક્રમને વ્યક્ત કરવાની કોઈ જ પળ નથી મળતી. એથી સમોવડિયા સાથે સંગ્રામ ખેલવામાં જ ખેલદિલી અને શાણપણ છે ! કારણ કે આમાં પુરુષાર્થનો પૂરેપૂરો પ્રયોગ કરવાની અને તાકાતના ત્રાજવે જોખીને વિજયને પોતાનો કરવાની વાતને અવકાશ રહે છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
ભોજની રાજધાની ધારામાંથી નીકળીને ગુજરાત તરફ આગે બઢતો કુલચંદ્ર આ રાજનીતિને વિસારે મૂકીને, ગુજરાતને જીતવાની ઘેલછાનો ભોગ બન્યો હતો અને ખૂબ જ ઓછી મહેનતે તેમજ કૌવતની નજીવી કિંમતે, અરે ! પડતર ભાવે વિજયને ખરીદીને એ વીરત્વના વૈભવથી સમૃદ્ધ બનવા માગતો હતો. એનામાં સાચું વીરત્વ હોત, તો આટલા સસ્તા ભાવે, વિજયની ખરીદી કરવાનું સ્વપ્ન પણ એને સૂઝત નહિ.
સિંધપતિ હમીર સુમરાને હરાવીને રાજવી ભીમદેવની વિજયી સેના ચેદિ તરફ વધી ગઈ હતી. હવે તો સૌને વિશ્વાસ બેસી ગયો હતો કે, ચેદિપતિ કર્ણમાં જો બુદ્ધિનો છાંટોય હોય, તો એ સંધિ કર્યા વિના નહિ રહે અને એક સર્વ-સમૃદ્ધ રાષ્ટ્રની આજ્ઞા નીચે આવીને પોતાનું ગૌરવ વધારવાની આ પળને પ્રસન્નતાથી પોંખ્યા વિના નહિ રહે.
પંચનદની સીમાથી ચેદિ દેશમાં પહોંચતાં ૧૫-૨૦ દિવસ તો ઓછામાં ઓછા થઈ જ જાય એમ હતા. વિજયનો ઉલ્લાસ અનુભવતું ભીમદેવનું સૈન્ય ઉત્સાહ સાથે એ પંથ કાપી રહ્યું હતું, ત્યારે બીજી બાજુ પાટણમાં અણધારી રીતે એક વિચિત્ર પરિસ્થિતિ પેદા થઈ હતી.
ઘણાબધાને અંધારામાં રાખીને સેનાપતિ કુલચંદ્ર એક દહાડો પાટણના પાદરે આવ્યો, અને અનેરા ઉત્સાહ સાથે એણે પાટણને યુદ્ધ કાજે હાકલ કરી. વાતાવરણ વિકટ હતું, પરિસ્થિતિ પ્રતિકૂલ હતી. કારણ કે, રાજા ભીમદેવ સાગર જેવી સેના સાથે વિજયયાત્રાએ ગયા હતા અને પાટણમાં નગરરક્ષા પૂરતું જ સૈન્ય હતું. એથી કુલચંદ્રની સામે બાંયો ચડાવવાનો અર્થ હાથે કરીને સ્વનાશને નોતરવામાં પરિણમતો હતો.
કુલચંદ્રને ખાત્રી હતી કે, પાટણને સંધિ કર્યા વિના ચાલે એમ જ નથી, છતાં એણે થોડીક લૂંટફાટ ચલાવીને પોતાનું પોત પ્રકાશ્ય. એથી
૧૬ જ આબુ તીર્થોદ્ધારક
Page #179
--------------------------------------------------------------------------
________________
ત્યારે પાટણનું સુકાન જેના હાથમાં હતું, એ મહામંત્રી નેઢ આદિ આગેવાનો ભેગા થયા અને સર્વનાશ સમુપસ્થિત થયો હોય, તો બચાવાય એટલું બચાવી લેવાનાં, અગમચેતીનાં પગલાં લેવા રૂપે, સંધિ કરી લઈને કુલચંદ્રને વિદાય કરવાનો નિર્ણય લેવાયો.
કુલચંદ્ર તો પડતાને પાટુ મારવાની કાયરને યોગ્ય કળામાં પૂરો નિષ્ણાત હતો. એણે પાટણ સામે પોતાની માગણીઓ મૂકતાં કહ્યું કે, જયપત્ર લખી આપો, દંડની અમુક રકમ ભરપાઈ કરો અને માલવાના વિજયની સ્મૃતિ રાખવા આ રાજમહેલના આંગણે મને મારું પરાક્રમ દાખવવાની છૂટ આપો, તો જ હું વિદાય થાઉં, નહિ તો પાટણને લૂંટવાની આવી મજા મને ફરી ક્યાં પાછી મળવાની હતી ?
કુલચંદ્રની માંગણીઓ પાટણની પ્રતિષ્ઠા સામે પડકારરૂપ બની જાય એવી હતી, છતાં આ પળે પાટણને હેમખેમ રાખવાની વાતને અગ્રિમતા આપવી જરૂરી હતી, એથી કુલચંદ્રની આ માગણીઓ પણ સ્વીકારાઈ ગઈ.
પાટણે ‘જયપત્ર'માં લખ્યું કે, અવંતિ ખરેખર મહાન છે, એથી સિંધ પરની વિજયની સવારીમાં ઝળહળતો વિજય મેળવીને ચેદિરાજને જીતવા કટિબદ્ધ બનેલા પાટણપતિ શ્રી ભીમરાજ, દંડનાયક શ્રી વિમલ, સેનાપતિ શ્રી સંગ્રામસિંહ આદિ કોઈની રજા લીધા વિના જ અમે માલવાની મહાનતા સામે માથું ઉઠાવવા માગતા નથી !
ઘણી બુદ્ધિથી લખાયેલા અને અવંતિની મહાનતા માનવા કાજે કેવા વિકટ સંયોગો પાટણને ફરજ પાડી ગયા, એનો અણસાર સૂચવતા એ ‘જયપત્ર’ને વિજયના મદમાં ઘેલા બનેલા કુલચંદ્રે ખૂબ જ ભવ્ય માનીને સ્વીકારી લીધું, એણે થોડોક દંડ લીધો અને રાજભવનનું આંગણું ખોદાવીને ત્યાં કોડીઓનું વાવેતર કરીને એ ચાલ્યો ગયો. આવી રીતે વિજેત દેશોની આબરૂ લૂંટવા, એની કિંમતી જમીન ખેડીને ત્યાં કંઈક વાવવાનો રિવાજ એ વખતે પ્રચલિત હતો.
મંત્રીશ્વર વિમલ
૧૬૭
Page #180
--------------------------------------------------------------------------
________________
કુલચંદ્ર એવી ગર્વાનુભૂતિ કરતો અવંતિ તરફ ગયો કે, મારી સોયની પણ તાકાત કેવી કે, શૂળનો ઉપયોગ કરવાનો વખત જ ન આવ્યો ! પાટણના તત્કાલીન આગેવાનો એવી સંતોષાનુભૂતિ કરી રહ્યા કે હાશ ! શૂળીની સજા સોયથી પતી !
વિજય એક એવો નશો છે કે, એની અવળી અસર, વિજેતા વિવેકી ન હોય, તો એના અંગેઅંગને ઘેરી લેતી હોય છે. ઘણી વાર ઘણી સહેલાઈથી, ખૂબ જ ઓછા પ્રયત્ન કોઈ મહાન સફળતાની પ્રાપ્તિ થઈ જતી હોય છે, તો પણ એ સફળતાનું પાચન થઈ શકતું નથી અને અભિમાનનો આફરો અનુભવનાર સિદ્ધિનો એ સ્વામી એવાં અજુગતાં અને ઉતાવળિયાં પગલાં ભરતો હોય છે કે, પ્રાપ્ત સફળતાથી હાથ ધોઈ નાખવાનો અંજામ વેઠવો, એને માટે અનિવાર્ય થઈ પડે !
ચિત્રમાં ચિતરાયેલા પાટણના વિજય જેટલુંય જેને સ્થાન-માન ના આપી શકાય, એ જાતનો પાટણ-વિજય મેળવીને નીકળેલા મદાંધ કુલચંદ્રને આવો અંજામ ચખાડીને બોધપાઠ આપવા સ્તંભનપુર ખંભાત તૈયાર જ હતું. એમાં વળી કુલચંદ્ર સામે ચડીને નિમિત્ત આપ્યું, પછી તો પૂછવાનું હોય જ શું?
પાટણથી અવંતિ તરફ પાછા ફરતા કુલચંદ્ર વિચાર્યું કે, દાળ ભેગી ઢોકળી પણ ચડી જતી હોય, તો શા માટે ન ચડાવવી ! સ્તંભનપુર નજીકમાં જ છે, તો શા માટે ત્યાં પણ અવંતિનો વિજયવાવટો ન ફરકાવવો !
| વિજયાંધ કુલચંદ્ર આમ અવિચારી નિર્ણય કરીને સ્તંભનપુરને સંગ્રામભૂમિમાં ખડા થઈ જવાની હાકલ કરી. પરંતુ સ્તંભનપુરના સામાન્ય ગણાતા સૈનિકોનો સામનો કરતાં ય કુલચંદ્રને ધોળે દિવસે તારા દેખાયા, અને સ્તંભનપુરે વધુ પરાક્રમ બતાવીને, પાટણની કહેવાતી જીતનો નશો ઉતારી નાખ્યો, અને કુલચંદ્ર પાસેથી લૂંટ અને દંડની તમામ લક્ષ્મી કબજે કરીને અંતે એને નસાડી મૂક્યો.
૧૬૮ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #181
--------------------------------------------------------------------------
________________
કુલચંદ્ર ગુજરાતનું પાણી જોઈ લીધું, એથી એ સીધો જ માળવાના માર્ગે થઈને ધારા પહોંચ્યો. પણ આ પૂર્વે જ પાટણ અને સ્તંભનપુરના બધા સમાચાર રાજા ભોજે મેળવી લીધા હતા, અને એથી એઓને ખૂબ આઘાત લાગ્યો હતો. એમણે કહ્યું : કુલચંદ્ર ! તેં તો રાજનીતિનો વિદ્રોહ કરીને મને કલંક્તિ બનાવ્યો ! આ રીતે વળી કોઈ દહાડો વિજય મેળવાતો હશે ? અને પાટણના રાજઆંગણે કોડીઓ વાવી ! તને બીજું કંઈ ન મળ્યું, જેથી તે કોડીઓને પસંદ કરી ! કોડી પણ એક જાતનું નાણું જ ગણાય ! કોડીનું વાવેતર કરવાની તને દુર્બુદ્ધિ જાગી, એની પરથી એક એવી ય આગાહી તારવી શકાય કે, માળવાનો કર પાટણના ચોપડે જમા થાય, એવા દહાડા હવે દૂર ન હોવા જોઈએ !
કુલચંદ્ર જીવની જેમ જયપત્ર જાળવી રાખ્યું હતું. એને વિશ્વાસ હતો કે, આ જયપત્ર વાંચતાં જ રાજાનો ક્રોધ શમી જશે અને કૃપા ઊછળવા માંડશે. એથી એણે ભૂલ બદલ ક્ષમાનો ભાવ વ્યક્ત કરીને કહ્યું : મહારાજ! લૂંટ ને દંડને ભલે સ્તંભનપુરના સંગ્રામમાં હું જાળવી ન શક્યો, પણ પાટણ પાસે નાક ઘસાવીને લખાયેલું આ “જયપત્ર' તો બરાબર જાળવ્યું છે !
રાજાએ જયપત્ર વાંચીને કહ્યું : માલ વિનાના આ ભરતિયાને શું કરવાનું ? આને તું જયપત્ર' સમજે છે ? ખરેખર ગાંડો ગણાતો ગુજરાતી ડાહ્યો નીકળ્યો અને મેધાવી ગણાતો માળવી એવો તું ગાંડાનો ગોર જ નહિ, ગાંડાઓમાં શિરમોર સાબિત થયો ! જયપત્રમાં ગૌરવ લેવા જેવું છે શું ? આનો ભાવાર્થ ચોખ્ખો એવો છે કે, ગુજરાત બળવાન છે, પણ અત્યારે રાજા ભીમદેવ ન હોવાના કારણે માળવા પોતાને મહાન મનાવવા માગતું હોય, એમાં અમારું મસ્ત લેવા માગતું હોય તેમજ માત્ર આવું મ7 મારવાથી પાટણ હેમખેમ ઊગરી જતું હોય, તો આવું મg મારનારો કંઈ નાનો ગણાતો નથી તેમજ એને જયપત્ર તરીકે સ્વીકારનારામાં કંઈ મોટાઈ આવી જતી નથી ! મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૬૯
Page #182
--------------------------------------------------------------------------
________________
કુલચંદ્રને ચડેલો વિજયનો નશો ઊતરી જતાં હવે એને સમજાતું હતું કે, પોતે કેવો ભોટ અને ભોળો સાબિત થયો હતો અને ગાંડો ગણાતો ગુજરાતી કેવો ડાહ્યો પુરવાર થયો હતો !
– ૦ – સિંધુ નદીની પેલે પાર વસેલા ચેદિ દેશ પર વિજયનો વાવટો ફરકાવવામાં ઝાઝી જવાંમર્દી બતાવવાની જરૂર જ ન પડી ! એક તો સિંધરાજ પર મેળવાયેલા વિજયની રોમાંચક વાતો ત્યાં પહોંચી ગઈ હતી, આથી ચેદિરાજ કર્ણને પોતે ભીમદેવ સામે ટકી શકે, એવી આશા નહોતી, એમાં વળી યુદ્ધના પ્રથમ ખેલમાં જ ભીમદેવનું બળ અને દંડનાયક શ્રી વિમલની કળ આ બે જોઈને ચેદિરાજે શરણાગતિ સ્વીકારી લેવાનું આત્મ-સંરક્ષક પગલું લઈ લીધું અને એક મોટા માનવસંહારની બિભિષિકામાંથી ચેદિ દેશ આબાદ ઊગરી ગયો !
ચેદિ દેશ પર ગુર્જર રાષ્ટ્રનો ધ્વજ ફરકી ઊઠ્યો, ત્યાંના કર્ણને ખંડિયો રાજા બનાવીને વચમાં વચમાં આવતા, નાના-મોટા રાજાઓને પણ નમાવતું ભીમદેવનું સૈન્ય પાટણ તરફ પાછું ફર્યું, ગુર્જર રાષ્ટ્રની સરહદ બહુ દૂર નહોતી, ત્યારે એક દિવસ પાટણથી આવેલા એક સંદેશવાહકે ભીમદેવની છાવણીમાં વિવિધ રંગી વાતાવરણ સરજી દીધું. એ સંદેશો જ એવો હતો કે, એના કારણે વાતાવરણમાં વિવિધ રંગો વિસ્તરે. એક તોફાની બાળકની જેમ આવીને ઘડીનું છમકલું કરી ગયેલા માલવ-સેનાપતિ કુલચન્દ્રના આગમને પાટણમાં સરજાયેલી પરિસ્થિતિનું અને એના પ્રતિકાર માટે લેવાયેલાં પગલાંઓનું ધ્યાન એ સંદેશામાં હતું, તેમજ પરિસ્થિતિ ગમે તે પળે પ્રવાહી બની જવાની શક્યતા આગળ કરીને વહેલી તકે પાટણ પધારી જવાની વિનંતી એ સંદેશામાં ભીમદેવ સમક્ષ મહામંત્રી નેઢે રજૂ કરી હતી.
આમ, તો ભીમદેવની વિજિગીષા કદાચ એમને અન્ય અન્ય નજીકના પ્રદેશો ભણી વિજય માટે ઉત્સાહિત કરી જાત, પણ જ્યાં
૧૭૦ આબુ તીર્થોદ્ધારક
Page #183
--------------------------------------------------------------------------
________________
પાટણની હાકલ આવી પડી, ત્યાં એમણે ઝડપી દડમજલ કરીને પાટણ પહોંચી જવાનો નિર્ણય કર્યો.
ભીમદેવ એ નહોતા સમજી શકતા કે, માલવ સેનાપતિ કુલચંદ્રે પાટણ પર ચડાઈ કરી કે પાટણના પૂતળા પર ! દંડની ભરપાઈ, જયપત્રનું લખાણ અને બીજી બીજી પણ એ સંદેશામાં લખાયેલી વિગતો ભીમદેવ માટે વિચારણા-ચિંતાનો વિષય બને એવી હતી, મનમાં અનેક પ્રશ્નો પ્રેરતી એ વિગતોની પૂરી જાણકારી મળ્યા વિના મહામંત્રી નૈઢની આગેવાની નીચે લેવાયેલા એ પગલા અંગે અત્યારે કોઈ પણ જાતનો અભિપ્રાય બાંધવાની ઉતાવળી વૃત્તિની ભીમદેવમાં તો સંભાવના હોય જ ક્યાંથી ? પરંતુ દામોદર મહેતાને આ સમાચાર મળ્યા અને એમણે ખણખોદ શરૂ કરી દીધી.
મહામંત્રી નેઢને માથે પાટણની જવાબદારી સોંપીને ભીમદેવની વિજયયાત્રા પ્રારંભાઈ હતી અને દંડનાયક વિમલ તેમજ સેનાપતિ સંગ્રામસિંહ અંગે મહેતાએ ધારેલી બધી ધારણાઓ તો ક્યારનીય ધૂળમાં ધમરોળાઈ ગઈ હતી, એટલું જ નહિ, આ બંને જૈન મંત્રીઓને
આ સંગ્રામે જે લખલૂટ કીર્તિની કમાણી કરી આપી હતી, એની કલ્પનાથી જ દામોદર મહેતાનું દિલ ઈર્ષાના તાપથી બળી ઊઠતું હતું. એથી એને ઠારવા ઝાંવા મારતા મહેતા વિચારી રહ્યા હતા કે, વિમલ નહિ, તો વિમલનો ભાઈ નેઢ ! નેઢને વાઢી નાખવાની આ તક સારી છે. નેઢ વઢાશે, એટલે વિમલની કીર્તિમાં થોડી તો ઝાંખપ લાગશે ને ? એક દિવસ એકાંત સાધીને મહેતાએ ભીમદેવના કાનમાં ઝેર રેડતાં કહ્યું :
‘મહારાજ ! આ બે વિજયો તો આપણને ઝળહળતા મળ્યા એમાં તો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી. પણ મને પેલી કહેવત યાદ આવે છે : ‘હવેલી લેતાં ગુજરાત ખોયું !'
ભીમદેવ વાત પામી જઈને બોલ્યા : મહેતા ! પાટણથી જે કંઈ સમાચાર આવ્યા છે, એના અંગે અત્યારે કંઈ પણ કહેવું કે કોઈ પણ
મંત્રીશ્વર વિમલ
૧૭૧
Page #184
--------------------------------------------------------------------------
________________
ધારણા બાંધવી, એ ખૂબ વહેલું ગણાશે ! મહામંત્રી નેઢના બુદ્ધિબળ પર વિશ્વાસ ન હોત, તો એમના હાથમાં પાટણના સુકાનને સોંપવાની વાતને વિમલે વધાવી લીધી હોત ખરી? માટે ગુજરાત ખોવાની વાત કરવી રહેવા દો. પણ આજે આપણે હવેલી હાંસલ કરી શક્યા છીએ, એ તો દીવા જેવી ચોખ્ખી વાત છે અને એમાં દંડનાયક વિમલ તેમજ સેનાપતિ સંગ્રામસિંહનો જે અજોડ-વિશાળ ફાળો છે, એ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણના અક્ષરે લખાઈ જાય એવો છે.
મહેતાના બધા મનસૂબા પર ભીમદેવની આ એક જ વાત વેગીલા વાવાઝોડા રૂપે ત્રાટકી અને મહેતાના મનના મિનારા માટીમાં મળી ગયા. પણ આશાના અમૃત ઘૂંટ પી-પીને ઊછરેલા મહેતા ગમે તેવી પરિસ્થિતિમાં પણ નિરાશ થવાનું સમજ્યા જ નહોતા, એમણે મનને મનાવ્યું કે મામાનું ઘર કેટલે ! દીવો બળે એટલે ! પાટણ હવે ક્યાં દૂર છે? નેઢને પ્રશ્નોની એવી ગૂંચમાં મૂંઝવી મારીશ કે, બિચારો ઊભો જ થઈ ન શકે. જયપત્ર પર મg મારીને તો એણે એવી ભૂલ કરી નાંખી છે કે, જેનો વિપાક વેઠવા કદાચ આ મંત્રી મુદ્રા ય એને છોડવી પડે ! આ રીતે શત્રુને કદી કાંડાં કાપી અપાતાં હશે ખરાં? ભલે ને ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, પણ લખાણમાં તો લઘુતા લવાય જ કેમ ? લખેલું તો લાંબા કાળે ય વંચાય !
ભીમરાજના મક્કમ જવાબથી પછડાટની પીડા અનુભવનાર મહેતાના મનોરથ આ રીતના કલ્પનાઓના અશ્વોનો સહારો પામીને ફરી દોડાદોડ કરવા મંડી પડ્યા. એથી પાટણનું પાદર ક્યારે આવી લાગ્યું, એનો એમને ખ્યાલ પણ ન રહ્યો. એ તો આશાની તંદ્રામાં જ મોજ માણતા હતા, પણ જ્યાં રાજા ભીમદેવ અને દંડનાયક વિમલના જયજયકારના ગગનને ગજવતા ધ્વનિ સંભળાયા, ત્યાં એઓ સફાળા જાગી ગયા અને મહારાજની સાથે વિમલનેય જે કીર્તિ મળી રહી હતી, એ જોઈને એઓ અંતરમાં પુનઃ બળવા માંડ્યા.
૧૭૨
આબુ તીર્થોદ્ધારક
Page #185
--------------------------------------------------------------------------
________________
પાટણના પાદરે વહેતી સરસ્વતી તો એક નદી જ હતી, કોઈ સાગરનો કિનારો વસવા માટે પાટણને મળ્યો ન હતો. પણ આજે ભીમદેવની વિજયયાત્રામાં જે માનવો ઊમટ્યા હતા, એ જોતાં એમ જ લાગતું હતું કે, આવા માનવ સાગરની વચ્ચે વસવાનું પુણ્ય તો પાટણને જ મળ્યું હશે ! એ વિરાટ માનવ સાગરની પીઠ પર સવાર થઈને ભીમદેવની વિજયયાત્રા રાજભવનમાં પહોંચી, એ દિવસથી હવે ચોરે અને ચૌટે ચર્ચાતી વાતનો વિષય બદલાયો હતો, ભીમદેવ, વિમલ અને સંગ્રામસિંહના પ્રચંડ પરાક્રમને નજરોનજર નિહાળનારા સૈનિકોનો સહારો પામીને વાટે ને ઘાટે, ચોરે ને ચૌટે આ વિજયયાત્રાની પ્રશસ્તિઓ જ ચર્ચાવા માંડી.
પાટણ આ વિજયનો ઉલ્લાસ ઊજવવામાં પડ્યું હતું, ત્યારે એનો રાજકીય રંગમંચ મંત્રણાઓના પડદા પાછળ કોઈ બીજી જ ગૂંચને ઉકેલવા-વિચારવા ઉત્સુક હતો, પણ બે ત્રણ દિવસ સુધી એ ઉત્સુકતાને પ્રતીક્ષા કરવી પડી, ત્યાર પછી એક બપોરે મંત્રણા પ્રારંભાઈ.
ગંભીરતાથી સભર એ ચહેરાઓ વચ્ચે પણ દામોદર મહેતા ખુશખુશાલ જણાતા હતા. કારણ કે મંત્રી નેઢનો તેજોવધ કરવાની તક આજે એમના હાથમાં પહેલવહેલી જ આવી હતી અને એઓ એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાના ઉત્સાહમાં હતા.
શાંતિથી પ્રારંભાયેલી એ મંત્રણામાં કશી જ નબળી કડી ન મળતાં, થોડી વાર પછી તક સાધીને દૂધમાંથી પોરા કાઢવાની અદાથી દામોદર મહેતાએ એ શાંતિને ખળભળાવી મૂકવા પથ્થર નાખ્યો ઃ ‘મંત્રીશ્વર નેઢ ! પણ કાંડાં કાપી આપવાની શી જરૂર હતી ? લખેલું લાખો વર્ષ પછીય વંચાય. દંડમાં તમે થોડું વધુ આપ્યું હોત, તો કોઈનેય એ ખૂંચત નહિ. પણ જયપત્ર પર મત્તુ મારીને તો તમે હવેલી લેતાં ગુજરાત ખોવું પડ્યું હોય, એવો ઘાટ ખડો કર્યો છે.’
મંત્રીશ્વર વિમલ
૧૭૩
Page #186
--------------------------------------------------------------------------
________________
મંત્રી નેઢના જવાબની સૌ પ્રતીક્ષા કરી રહ્યા. મંત્રી નેઢે એ જ સ્વસ્થતા સાથે કહ્યું : મહારાજ ! આપ એક વાર આ જયપત્રને બરાબર વાંચી જાવ અને પછી મને કહો કે, મેં પાટણની પ્રતિષ્ઠા પર પાણી ફેરવ્યું છે કે કર્તવ્ય-ધર્મનું બરાબર પાલન કર્યું છે?
મહારાજા ભીમદેવે એ જયપત્રનો અક્ષરેઅક્ષર ધારી-ધારીને જોયો અને પછી એમણે સહર્ષ-સગર્વ કહ્યું કે, ગુજરાતને રોવું પડે અને માળવા જેથી હસી શકે, એવો એક અક્ષર પણ આમાં ક્યાં છે આપણી જ્વલંત વિજયયાત્રાનો આડકતરો ખ્યાલ ભોજરાજાને આપતો આ જયપત્ર એમ સ્પષ્ટ કહી રહ્યો છે કે, પાટણની શક્તિઓ વિજયયાત્રાએ સંચરી ન હોત, તો એ માળવાના દાંત ખાટા કરી નાખત !
દંડનાયક વિમલે મૌન તોડતાં કહ્યું કે, આનો અર્થ એમ પણ નીકળે કે, માળવા જેવું બીકણ કોણ ? સામાના હાથમાં હથિયાર ન હોય, ત્યારે હથિયાર ઉગામનારને હિંમતવાન કોણ કહે? સામે કોઈ લડનાર ન હોય, ત્યાં સસલું પોતાને સિંહ માને, તો કોણ એને રોકે ? જો ભીમદેવ હાજર હોત, તો માળવાની શી ગુંજાશ હતી કે, એ ગુજરાત સામે નજર પણ કરી શકે? આમ, દેખીતી રીતે માળવાની મહાનતા પર મg મારતો જણાતો આ જયપત્ર, માળવાની માયકાંગલી મનોવૃત્તિ પર જ મનુ મારે છે.
મંત્રીશ્વર નેઢની ઠરેલ અને છતાં અવસરે માર્મિક ઘા કરવામાં કાબેલ વૃત્તિનો આજે જ સૌને પહેલવહેલો પરિચય થયો. અને સૌ રાજીરાજી થઈ ગયા. છતાં આ રીતે પણ પાટણનું અપમાન કરી જનારા માળવા પાસે જવાબ માંગવાની વાત પણ એ મંત્રણામાં ઠીક ઠીક ચર્ચાઈ. પણ એ લાંબાગાળે અમલમાં મૂકવાનો બૃહ હતો.
મંત્રીશ્વર નેઢ ને દંડનાયક વિમલ એક દહાડો એકાંત મેળવીને કોઈ ગંભીર વિચારણા કરવા એકઠા મળ્યા. કારણ કે એવાં એવાં અનેક કારણોની શૃંખલાઓ નજરે ચઢતી હતી, જે એકબીજામાં
૧૭૪ આબુ તીર્થોદ્ધારક
Page #187
--------------------------------------------------------------------------
________________
જોડાઈને સાંકળ બની જાય અને પગમાં આવી પડે, એ પૂર્વે જ સ્વ-રક્ષા અંગેનો કોઈ વ્યૂહ વિચારી લેવો આવશ્યક હતો, જેથી આગ ભભૂકી ઊઠે, એ વખતે કૂવો ખોદવા જવું ન પડે. એ ગંભી૨ મંત્રણાનો વિષય શો હશે ? આમ જો જોવા જઈએ, તો આ બાંધવ-બેલડીની કીર્તિગાથા ગાતાં ગાતાં છેલ્લા ઘણા દિવસોથી પાટણની પ્રજા જરા પણ થાક અનુભવતી ન હતી, ત્યારે આ ગંભીર વિચારણાનું પ્રેરક બળ કયું હશે ?
મંત્રીશ્વર વિમલ
૧૭૫
Page #188
--------------------------------------------------------------------------
________________
ગુજરાતની ગૌરવ રક્ષા
૧૯
એકાંતના ઓવારે મહિનાઓ પછી મળેલા મહામંત્રી અને દંડનાયક વચ્ચે ઘણી ઘણી વાતોવિચારણાઓ થઈ. વાતનો મુખ્ય વિષય, દામોદર મહેતા જેવી વ્યક્તિ-શક્તિઓની આંખમાં કણાની જેમ ખૂંચતી પોતાની પુણ્યાઈ હતી. સિંધ અને ચેદિના વિજય પછી તો દામોદર મહેતાના અંતરમાં જલતી રહેતી ઈર્ષાની એ આગ ખૂબ વધુ ભભૂકી ઊઠી અને કાંકરી પણ ઘડો ફોડવા સમર્થ હોય છે, આ વાતને એ બાંધવ-બેલડી સારી રીતે સમજતી હતી. એમાં વળી પોતાનો મહેલ તૈયાર થવા આવ્યો હતો, એની ઋદ્ધિ
Page #189
--------------------------------------------------------------------------
________________
સમૃદ્ધિના પાટણમાં ચાર મોઢે થતાં વખાણ મહેતાના મનની એ આગમાં ઘી હોમવાનું કામ કરતાં હતાં.
બંને બંધુઓએ ભાવિના વળાંક વિગતે વિચારી લીધા અને અંતે માતા વીરગતિ પાસે આવીને એમણે કહ્યું : માતાજી ! જીવનની ખરી સાર્થકતા આપ માણી રહ્યાં છો ! રાજકારણમાં ગૂંચવાયેલા અમે એની તો ગંધ પણ ક્યાંથી પામી શકીએ? દેવ-ગુરુ અને અંબિકાદેવી આદિની કૃપાના બળે ગુજરાતને ભવ્ય વિજય અપાવવામાં અમે નિમિત્તમાત્ર પણ સારી માત્રામાં બન્યા ! પણ એમ લાગે છે, આ વિજય અમારા માટે પરાજયની કોઈ અદષ્ટ ભૂમિકા સરજી જાય, તો નવાઈ નહિ !
એટલે ?” માતા વીરગતિ તો આત્મસાધનામાં મસ્ત રહેતા હતાં. એથી પાટણની રાજ-ચોપાટ પર ખેલાઈ રહેલી કોઈ અવનવી બાજીઓથી એ ક્યાંથી પરિચિત હોય ? એથી એમના દ્વારા સાશ્ચર્ય પૂછાયેલા આ પ્રશ્નના જવાબમાં દંડનાયક વિમલે બધી જ વાતો વિગતવાર જણાવીને કહ્યું કે, માતાજી ! એ ભાવી હજી ઘણું દૂર દૂર જણાય છે, પણ ક્યારેક આપણને આ પાટણ છોડવાનો વખત આવે, તો એ સાવ અઘટ ઘટના ન ગણાય ! કારણ કે વરસતી બાણની ઝડીઓ વચ્ચે રહીને જીવનને રક્ષવું, એ હજી સહેલું છે. પણ ઈર્ષાઅસૂયાના આવા તણખા વચ્ચે સાવધાનીથી વસવા છતાં આબરૂને અણદાગ રાખવી, એ જરાય સહેલું નથી ! કારણ કે એ તણખા મૂકી જનારા માણસો મૈત્રીનું મહોરું ચડાવીને આવતા રહે છે !
વિમલની આ વાત સાંભળીને જરાય ગંભીર બન્યા વિના વીરમતિએ કહ્યું : આ પાટણ છોડવું પડે તોય શું વાંધો છે? હંસો જ્યાં જતા હોય છે, ત્યાં એમના અવતરણને આરે સરોવર રચાઈ જતું હોય છે ! મને લાગે છે કે, આબુનો ઉદ્ધાર-કાળ નજીક આવી રહ્યો હશે !
બંને ભાઈઓ પૂછી બેઠા : માતાજી ! આબુના ઉદ્ધાર અને પાટણના ત્યાગ વચ્ચે વળી આપ કયો સંબંધ નિહાળી રહ્યાં છો? આ બે વાત વચ્ચે કોઈ મેળ ખરો?
મંત્રીશ્વર વિમલ
છે ૧૭૭
Page #190
--------------------------------------------------------------------------
________________
કેમ નહિ? એક ને એક બે જેવો સરળ મેળ છે ! તમને લાગે છે ખરું કે આ લડાઇઓ, આ કાવાદાવા અને આ ખટપટમાં રચ્યાપચ્યા રહેતા તમે આબુના તીર્થોદ્ધારની રૂપરેખા પણ તૈયાર કરી-કરાવી શકો? - વીરમતિનો આ પ્રશ્ન વેધક હતો. માતાના હૃદયને પામી જતાં વિમલે કહ્યું કે, એટલે આપ એમ કહેવા માગો છો કે, આવા કોઈ બહાને પાટણ છૂટશે, તો જ અમે અમારી સમગ્રતાને આબુના ઉદ્ધાર પાછળ કેન્દ્રિત કરી શકીશું? આપની આ વાત સાચી જ નહિ , સાવ સાચી છે. માતાજી ! રાજસેવા સ્વીકારી, એટલે સંગ્રામોમાં જોડાવું જ પડે. એમાં એક વિજય મેળવીએ, એટલે નવી વિજિગીષા જાગે, પાછું એ વિજય-યાત્રામાં આગેવાન બનવું પડે. વિજય અને વિજિગીષાનું વિષચક્ર આમ ચાલુ જ રહે ! જુઓ ને, સિંધ અને ચેદિ તરફ વિજય મેળવ્યો, હવે ભીમદેવ માલવા સામે લડાઈ લઈ જવાની તૈયારીઓ છૂપી રીતે કરી રહ્યા છે. આબુના ઉદ્ધારનું સ્વપ્ન જોયાને આજે વર્ષો વિતવા આવ્યાં, પણ આ બધામાંથી નવરા પડીએ, તો એ સ્વપ્ન સાકાર થાય ને ?
મધ્યાહ્નનો સમય થવા આવ્યો હતો, દેવપૂજાનું કર્તવ્ય અદા કરવા નેઢ અને વિમલ ઊભા થયા. પાટણના પરિત્યાગની સંભાવનાનું સ્વપ્ન બંનેના દિલને જરાક બેચેન બનાવી ગયું હતું. પણ માતા વિરમતિએ જે પ્રેરક દૃષ્ટિકોણ આપ્યો હતો, એથી તો એમનાં દિલ સાવ નિજ બની ગયાં હતાં, અને કદાચ આજે ને આજે પાટણનો ત્યાગ કરવાની ઘડી ઉપસ્થિત થાય, તો પણ મોજથી એને વધાવી લેવાનું મનોબળ બંનેમાં ઊભરાઈ ઊડ્યું હતું, એટલું જ નહિ, દંડનાયક વિમલ તો મનોમન એવી પરિસ્થિતિનું ઝડપી નિર્માણ ઈચ્છી રહ્યા છે, જેથી પાટણનો ત્યાગ અનિવાર્ય બને, અને આના પ્રભાવે પોતે આબુના ઉદ્ધારનું કાર્ય ઝડપથી આરંભી શકે !
દંડનાયક વિમલ તો મનના માંડવે આવી મનોરથમાળા સેવી રહ્યા, પણ ભાવિની ભીતરમાં શું છુપાયું હતું અને આ મનોરથ સફળ
૧૭૮ આબુ તીર્થોદ્ધારક
Page #191
--------------------------------------------------------------------------
________________
થવાનો કાળ ક્યારે પાકવાનો હતો? એને તો કેવલજ્ઞાની સિવાય બીજું કોણ જાણી શકવા સમર્થ હતું?
– – માનવીનો અધિકાર તો માત્ર મનના માંડવે મનોરથની સૃષ્ટિના અવતરણ પૂરતો જ છે. મનોરથના એ રથને અશ્વો સાથે જોડીને ગતિ આપવાની સંપૂર્ણ સત્તાની સ્વાધીનતા અંગેનો માનવનો દાવો કદી ટકી શકતો નથી.
સિંધુ અને ચેદિના ભવ્ય વિજય પછી રાજા ભીમદેવ અવંતિ પર વિજય મેળવવાની મનોરથમાળા રચી રહ્યા હતા, પણ એ મનોરથ જ રહ્યા, અને ગુજરાત દુકાળની અગનજાળમાં સપડાયું. એ આગની ઝપટમાં આવીને કણ અને તૃણના ભંડારોથી સમૃદ્ધ ગુજરાતનો કણનો એ પુરવઠો ખલાસ થવા આવ્યો. આમ, એક તરફ દુકાળ ચાલી રહ્યો હતો, ત્યાં દુકાળમાં અધિક મહિનાની કહેવતને સાચી પાડવા રાજા ભોજે ગુજરાત સામે યુદ્ધ જાહેર કર્યું.
કુલચંદ્ર ગુજરાત પાસેથી જે જયપત્ર ઝૂંટવી લાવ્યો હતો, એને તો રાજા ભોજ એક રમકડું જ સમજતા હતા. એમને થતું હતું કે, આમ કરીને તો કુલચંદ્ર મારી આબરૂને બટ્ટો લગાડ્યો ! એથી એઓ વહેલી તકે ગુજરાત પર વિજય મેળવીને પોતાની આબરૂને અણદાગ બનાવવા માગતા હતા. એમાં ગુજરાતમાં ડોકાઈ રહેલા દુકાળના સમાચાર મળતાં જ રાજા ભોજે આક્રમણ જાહેર કર્યું. એમની દૃષ્ટિએ દુષ્કાળથી જ દૂબળા બનેલા ગુજરાત પર વિજય મેળવવાની આ સુંદર તક હતી.
રાજા ભોજે ગુજરાત તરફ પોતાની વિજયયાત્રાને લંબાવી, આ સમાચાર મળતાં જ ભીમદેવ નેઢ, વિમલ આદિ સૌએ ગંભીર મંત્રણાઓ કરી, એમાં અંતે એવું તથ્ય તારવવામાં આવ્યું કે, ગુજરાતમાં વ્યાપેલી દુષ્કાળની પરિસ્થિતિના કારણે અવંતિને હંફાવવું અશક્ય હોવાથી ગમે તે ઉપાયે ભોજ રાજાની વિજય-યાત્રાને મંત્રીશ્વર વિમલ ૧૭૯
Page #192
--------------------------------------------------------------------------
________________
વિદિશામાં વળાંક આપવાનો પ્રયત્ન કરવો જરૂરી ગણાય. જો આમાં સફળતા મળે, તો જ ગુજરાતનું ગૌરવ અખંડ રહે !
ભીમરાજની સભામાં ડામર નામનો એક સંધિવિગ્રહિક (એટલે એલચી) રહેતો હતો. દેખાવમાં એ જરા કદરૂપો હતો, પણ બુદ્ધિમાં એના જેવો બળિયો કોઈ ન હોવાથી એક રત્ન તરીકેની પ્રતિષ્ઠા એને મળી હતી. એ જરા આખાબોલો હતો, પણ એની બુદ્ધિમાં સૌને શ્રદ્ધા હોવાથી દુધાળા ઢોરની પાટું ખાઈ લેવાની જેમ એના આ દોષને સૌ સહી લેતા. લડાઈને જ્યારે ગંભીર મામલા ઊભા થતા, ત્યારે ગુજરાતના હિતમાં પરિસ્થિતિનું નિર્માણ કરવા ડામરનો આશ્રય લેવામાં આવતો અને એ ગમે તેવી વિકટ પરિસ્થિતિને પણ એકદમ અનુકૂળ બનાવવાના દાવ ખેલવામાં વિજયી નીવડતો. રાજા ભીમદેવે ડામરને યાદ કરીને કહ્યું : તારા બુદ્ધિબળની જરૂર પડી છે. ભોજ ગુજરાત તરફ યુદ્ધ લઈને આવી રહ્યા છે અને અહીં ગુજરાતમાં તો ભયંકર દુકાળ છે. આવા વાતાવરણમાં સૈન્ય લડે કઈ રીતે ? અને વિજય કઈ રીતે મેળવાય ? માટે તું કોઈ કરામત કરે અને ભોજની વિજય-યાત્રાને તું બીજી જ કોઈ દિશા પકડાવે, તો ગુજરાતનું ગૌરવ જળવાય એમ છે ! - ડામરે કહ્યું : ઓહ! આટલી જ વાત છેને? આપ મજા કરો, ભોજને રમાડીને, એના યુદ્ધને બીજી દિશા પકડાવીને અને ઉપરથી ભોજ પાસેથી દંડ વસૂલ કરીને હું ન આવું, તો મારું નામ ડામર નહિ !
ડામરની વાતમાં શ્રદ્ધાનો જે રણકો રેલાઈ રહ્યો હતો, એથી ભીમદેવ ખુશખુશાલ થઈ ગયા. એમણે કહ્યું : ડામર ! એમ કરજે કે...
ડામરે અધવચ્ચે જ પોતાની આખાબોલી તાસીરનો પરિચય આપતાં કહ્યું: મહારાજ! આપને પાડાપાડીથી કામ છે કે દૂધથી ! મને ત્યારે જે યોગ્ય લાગશે, એ કરીશ, પણ આપ એટલું નોંધી રાખો કે, ટાઢા પાણીએ આ ખસ કાઢીને જ આવીશ.
૧૮૦ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #193
--------------------------------------------------------------------------
________________
ભીમદેવ ગમ ખાઈ ગયા. કારણ કે અત્યારની આ પળે મિજાજ ગુમાવવામાં જરાય મજા નહોતી. જરૂરી તૈયારીઓ કરીને એક દહાડો સંધિવિગ્રહિક ડામર અવંતિ ભણી રવાના થયો, અને રાજા ભોજની છાવણીમાં જઈ પહોંચ્યો. ભોજે ડામરને માનથી બોલાવ્યો : બોલો ડામર ! કેમ આવવાનું થયું?
ડામરે વળતો જ જવાબ વાળ્યો : કેમ આવવું થયું એટલે વળી શું ? આ તે કંઈ પ્રશ્ન છે ? આપે ગુજરાત તરફ જે વિજય-યાત્રા લંબાવી છે, એનું સ્વાગત કરવાની મારી ફરજ નથી શું? આપની આ વિજયયાત્રા રસ્તો ભૂલીને ગુજરાતના બદલે બીજા કોઈ પ્રદેશમાં પહોંચી ન જાય, એટલે ભોમિયા તરીકેની જવાબદારી અદા કરવા મને રાજા ભીમદેવે આપની પાસે મોકલ્યો છે. તડ અને ફડ કરવાના ડામરના સ્વભાવનો ભોજને પણ સારામાં સારો પરિચય હતો. એથી જરાય મિજાજ ગુમાવ્યા વિના એમણે પૂછ્યું : શું ગુજરાતની આટલી બધી જોરદાર તૈયારી છે ! સાંભળ્યું છે કે, ગુજરાતમાં તો દુકાળની ફાળ આગળ ને આગળ વધી રહી છે !
અરે ! મહારાજ ! દુકાળ છે, એની તો ક્યાં કોઈ ના પાડી શકે એમ છે ! પણ ગુજરાતના સમૃદ્ધ કોઠારો અને સરોવરો સામે આવા દુકાળનું શું ગજું કે, એ દેશને દૂબળો બનાવી જાય ! ગુજરાત પાસેની સમૃદ્ધિની માળવાને તો કલ્પનાય ક્યાંથી આવી શકે ? આવા એક નહિ, દસ દસ દુકાળો એકસામટા આવે, તોય ગુજરાત ગૌરવભેર ખડું રહેવા સમર્થ છે ! માટે આપ દુકાળની ચિંતા કરીને, આ વિજયયાત્રાની વાટને બદલવાના કોઈ વિચારને જરાય અવકાશ ન આપતા ! આપ છાતી પર હાથ મૂકીને, મને પૂરેપૂરો વિશ્વસ્ત બનાવો કે, આ વિજયયાત્રાની વાટ નહિ જ બદલાય, તો જ મને સંતોષ થાય કે, ગુજરાતના કાંડામાં લડાઈ લડી લેવાની જે ચળ ઊપડી છે, એ હવે જરૂર વિના વિલંબે સંતોષાશે ! મંત્રીશ્વર વિમલ છે ૧૮૧
Page #194
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના આવા અણનમ ગૌરવ ૫૨ ભોજ મનોમન અહોભાવ અનુભવી રહ્યા, એમણે કહ્યું કે, ગુજરાતનું રણાતિથ્ય માણવા તો હું આ કાફલા સાથે ઊપડ્યો છું, એથી વાટને બદલવાનો તો કોઈ સવાલ જ ક્યાં રહે છે !
‘તો તો સારું, ભોજરાજ ! બાકી રાજાઓનું કંઈ કહેવાય નહિ, આથીય મોટો વિજય મેળવવાની આશા બંધાય, તો એમને રણવાટ બદલી લેતાં કોણ રોકી શકે ? જેનું આતિથ્ય સ્વીકારી લીધું હોય, એનાં પીરસેલાં ભાણાં પડ્યાં રહે, એનો વિચાર પણ એમને ન આવે ! આ આપની વાત નથી હો; ખોટું લાગ્યું હોય, તો માફ કરજો. બાકી રાજસ્વભાવ આવો હોય છે, એવો મારો અનુભવ છે.’
ડામરે ચોખ્ખચોખ્ખું સંભળાવી દીધું. રાજા ભોજ પણ આજે મોજમાં હતા. એમણે કહ્યું : એક વાત પૂછું ?
એક જ શા માટે, હજાર પૂછો ને ? આ ડામર જવાબ આપવા તૈયાર છે. આવા જંગલમાં વાતો સિવાય સમય પસાર કરવા વળી બીજો કોનો આશરો લઈ શકાય ?’
ડામરે જ્યારે પૂરી તૈયારી બતાવી, ત્યારે ભોજે કટાક્ષનાં બાણ છોડતાં પ્રશ્ન પૂછ્યો : સાંભળ્યું છે કે ગુજરાતનું રાજ્ય બહુ વિશાળ છે, તો ‘સંધિવિગ્રહિક'ના વિભાગમાં તમારા જેવા કેટલાને ભીમરાજે ભેગા કર્યા છે ?
રાજાનો કટાક્ષ એવા ભાવનો હતો કે, ભીમરાજે શું આવા કદરૂપા સંધિવિગ્રહિકો જ ભેગા કર્યા છે ? આ કટાક્ષને સમજી જઈને ડામરે જવાબ વાળતાં કહ્યું :
‘મહારાજ ! ભીમદેવે પોતાના સંધિવિગ્રહિકોને અધમ, મધ્યમ અને ઉત્તમ : આ વિભાગમાં વિભાજિત કર્યા છે અને જેવો રાજા હોય, એવી કક્ષાના સંધિવિગ્રહિકોને એઓ મોકલતા હોય છે. આમ, અમારા રાજાના સંધિવિગ્રહિકો તમારા જેવા રાજાઓને પોતાનું સ્વરૂપ જોવા અરીસાની ગરજ સારે એવા હોય છે. બોલો, હવે બીજું કંઈ પૂછવું છે ? આબુ તીર્થોદ્વારક
૧૮૨
Page #195
--------------------------------------------------------------------------
________________
ડામરના આ જવાબમાં જબરો કટાક્ષ હતો. ભોજ વિચારી રહ્યા કે, આ ડામરે તો મને અધમ કક્ષાનો સાબિત કર્યો. શું હું રૂપમાં કદરૂપો છું કે, મારી સામે આવા કદરૂપા ડામરને રવાના કર્યો !
ભોજ મૌન થઈ ગયા. વધુ બોલીને બંધાવામાં મજા નહોતી. વિજય કાજે અવંતિથી રવાના થયેલ એ યાત્રા ત્યાં લગી આવી પહોંચી, જ્યાંથી ગુજરાતના મુખ્ય માર્ગથી અન્ય અન્ય દેશો તરફ જવાના રાહ ફંટાતા હતા. આ સ્થળે બે દિવસનો મુકામ નક્કી થયો. બીજા દિવસની રાતે એકાએક એક નાટકમંડળીનું આગમન થયું. એણે રાજા ભોજ સમક્ષ “તિલંગાધિપતિ’ નામનું નાટક ભજવવાની અનુજ્ઞા માગી. તિલંગનું નામ સાંભળતાં જ ભોજ રાજાની સમક્ષ તૈલપ અને તૈલપે પોતાના કાકા મુંજરાજને કેદ કરીને ગુજારેલા સિતમો યાદ આવ્યા. એથી આ નાટક જોવાની ઉત્કંઠા એઓ રોકી શક્યા નહિ. અનુજ્ઞા મળતાં જ નાટક શરૂ થયું. ડામરને ભોજ રાજાની પાસે જ બેઠક મળી હતી.
રાત જેમ આગળ વધવા માંડી, એમ નાટકનો રસ બરાબર જામવા માંડ્યો : મુંજરાજ અને તૈલપ વચ્ચેનું ખૂનખાર યુદ્ધ ! મુંજરાજના સાહસનું ભવ્ય દર્શન ! જંગ જામતાં જ તૈલપની મુઠ્ઠીમાં પકડાયેલા મુંજરાજ ! એમનો કેદવાર ! સુરંગ દ્વારા થયેલા મુક્તિના પ્રયાસને, તૈલપની બહેન અને મુંજની પ્રેમિકા મૃણાલવતીની કપટલીલાએ અપાવેલી કારમી નિષ્ફળતા અને ત્યાર બાદ ઘરઘરમાં ભીખ માંગતા ભિખારી રૂપે મુંજરાજનું ચિત્રણ : અંતે ફાંસીના માંચડે મુંજરાજનું મરણ !
આ બધી દૃશ્યાવલિ જોતાંની સાથે જ ભોજરાજા વીર અને વેરના રસથી ઘેરાઈને વિચિત્ર લાગણીઓ અનુભવી રહ્યા. એમાંય છલ્લે તૈલપદેવનું જે હૂબહૂ દર્શન નાટકિયાએ કરાવ્યું, એ જોઈને ભોજ બોલી ઊઠ્યા : ડામર ! નાટક મંડળીએ આ પાત્ર તો આબાદ ભજવ્યું ! મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૮૩
Page #196
--------------------------------------------------------------------------
________________
ડામરે તરત છણકો કરતાં કહ્યું : મહારાજ, નાટકમંડળી આપની દૃષ્ટિએ હોશિયાર હશે, પણ એણ એક મોટી ભૂલ કરી છે. તૈલપદેવ ત્યારે જ બરાબર ચિત્રિત થયા ગણાય કે, જ્યારે એમના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં મુંજદેવનું ધડથી અલગ કરાયેલું માથું હોય ! મુંજના માથા વિનાના તૈલપને ઓળખતાં જરા મુશ્કેલી પડે છે, જો આ રીતે મુંજનું માથું હાથમાં મૂકવામાં આવ્યું હોત, તો તો તૈલપનો આ અભિનય ખરેખર હૂબહૂ ગણાત !
ડામરે ખરો ટોણો માર્યો હતો ! આમ કહીને એણે રાજા ભોજની નસેનસમાં વેર લેવાના ખુન્નસને વહેતું કરી દીધું.
રાજા ભોજને એ ઘડી-ક્ષણ યાદ આવ્યાં, જ્યારે એમણે પોતે ભરી સભામાં કાકા મુંજરાજને કેદ કરનાર તૈલપને તલવારના વારે ઊડાડી મૂકવાની પ્રતિજ્ઞા સ્વીકારી હતી ! પણ એક પછી એક સંજોગો એવા આવ્યા કે, એ પ્રતિજ્ઞા વીંસરાતી ગઇ ! આ નાટક અંગે ડામરે કરેલી ટકોરથી એ પ્રતિજ્ઞાનો શબ્દેશબ્દ પુનઃ તાજો થઈ ગયો અને વેરની વસૂલાત લેવાના ખુન્નસથી ખળભળી ઊઠતા ભોજ વિચારી રહ્યા કે, તો
‘મારો ખરો દુશ્મન તો તૈલપ છે, ગુજરાતે મારો કોઈ મોટો ગુનો કર્યો નથી. માટે મારે પહેલાં તૈલપની ખબર કાઢી નાખવી જોઈએ. જેથી મારી પ્રતિજ્ઞા પૂરી થાય અને એ પુરાણા વેરની વસૂલાત પણ
થાય.'
ભોજ રાજાના લોહીનું બુંદેબુંદ ‘વેર-વેર'ના પ્રચંડ પોકારોથી ખળભળી ઊઠ્યું હતું. એથી એમણે તરત જ આદેશ આપી દીધો કે આપણી વિજયયાત્રાને સૌ પ્રથમ તિલંગ દેશ તરફ વાળો.
સંધિવિગ્રહિક ડામર ત્યાં હાજર હતો. એણે કહ્યું : મહારાજ ભોજ ! આપના આ નિર્ણયની અનુચિતતા અંગે મારાથી કેમ કંઈ કહી શકાય ? કારણ કે સાંભળવા મુજબ હજી પણ તૈલપે મુંજરાજનું એ મસ્તક ફાંસીના માંચડે લટકાવેલું રાખ્યું છે રોજ એની પર એ દહીં રેડાવે છે, એથી રોજ એની પર કાગડાઓ આવીને બેસે અને ઉજાણી
આબુ તીર્થોદ્વારક
૧૮૪
Ox
Page #197
--------------------------------------------------------------------------
________________
ઉડાવે. માટે આપ કાકાના વેરની વસૂલાત લેવાના જે વિચાર પર આવ્યા છો, એને મારાથી અનુચિત કે અયોગ્ય તો કેમ જ કહેવાય ? પણ ગુજરાતની અમારી તૈયારીનું શું? ગુજરાતી બચ્ચો, તલવારના તોરણ બાંધીને સમરાંગણમાં આપને સત્કારવા થનગની રહ્યો છે એનું શું? આ સંગ્રામ માટે તો સૌ એટલા બધા ઉત્સુક છે કે, આપ તિલંગ તરફ જાવ, તો અપયશનો ટોપલો સૌ મારી પર ઢોળે કે, આ ડામરે કંઈ અડપલું કર્યું હશે, તેથી રાજા ભોજે રણવાટ બદલી હશે? - ભોજરાજે મંત્રીમંડળ સામે પ્રશ્નસૂચક નજર કરીએ તો જવાબ મળ્યો કે, મહારાજ ! અત્યારે તો તૈલપ સામે જ તલવાર તાણવા જેવી લાગે છે. સંધિવિગ્રહિક આ ડામર હાજર છે, અને અહીંથી જ હવે તિલંગની વાટ ફંટાય છે. માટે સંધિના જૂના કોલ-કરારને દઢતાથી વળગી રહેવાનો નિર્ધાર લેખ અને મૈત્રી સૂચક ભેટણું, આ ડામરને આપીને આપણે કાલે જ તિલંગ તરફ પ્રયાણ કરી દઈએ !
ભોજરાજે આ વાતને વધાવી લીધી. ડામરે દિલગીરીનો ભાવ વ્યક્ત કરતાં કહ્યું : મહારાજ ! આપની સમક્ષ પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે કે, રણવાટ બદલવી પડે ! બાકી આ સમાચાર લઈને ગુજરાત જતાં મારું મન માનતું નથી. ગુજરાતના બધા મનોરથો આ સમાચાર સાંભળતાં જ માટીમાં મળી જશે. પણ મિત્રરાજ્ય તરીકે આટલી સહાનુભૂતિ દાખવવા અંગે ગુજરાતને સમજાવવા પ્રયાસો કરવા જ પડશે, એ કરીને પણ હું અવશ્ય ગુજરાતને મનાવી લઈશ.
બીજા દિવસની સવારે રાજા ભોજની વિજય-યાત્રાની વાટ બદલાઈ અને ડામર ગુજરાત તરફ રવાના થયો. ત્યારે એ મૂછમાં હસી રહ્યો હતો. આ નાટકનું નાટક રચવામાં ડામરનો હાથ હતો, એ તો માલવપતિ ભોજ રાજ સિવાય કોઈને પણ વિના કો સમજાઈ જાય એવી વાત નહોતી શું?
મંત્રીશ્વર વિમલ
૨૦ ૧૮૫
Page #198
--------------------------------------------------------------------------
________________
- ૨
-
જ છે.
?
-
0
0
કે
જ
કે
,
બુદ્ધિર્યસ્થ બલં તસ્યા
જીવનનાં અગણિત ક્ષેત્રમાં વિવિધ ખેડાણ કરનારી વ્યક્તિઓના હાથમાં ક્યારેક એકાદ તક એવી આવી જતી હોય છે કે, એ તકે કરાવી આપેલી કીર્તિ-કમાણીનું પ્રમાણ એટલું બધું મોટું હોય છે કે, એમાંથી આજીવન નિર્વાહ ચાલી શકે અને ઘણી વાર એ કમાણી એવી એવી નવી કમાણીને આકર્ષતી રહે કે, એના દ્વારા પેઢીની પેઢીઓ સુધીની વંશ-પરંપરા સુખેથી જીવન-નાવ હંકારી શકે.
સંધિવિગ્રહિક ડામરના જીવનમાં ભોજની વિજયયાત્રાને તિલંગ તરફ વળાવી આવવાની બુદ્ધિકળાના
Page #199
--------------------------------------------------------------------------
________________
દ્વારેથી આવી તકે પ્રવેશ મેળવ્યો અને એથી મહારાજ ભીમદેવ એની પર એટલા બધા ખુશ થયા કે, કીર્તિ અને કંચનના બે હાથથી એમની કૃપા ડામર પર વરસી રહી. થોડા વખતમાં તો ડામરનું આ પરાક્રમ ગુજરાતમાં ગામડે ગામડે પ્રસિદ્ધિ પામી ગયું.
મંત્રી નેઢ અને દંડનાયક વિમલ જેવા અગ્રણીઓ પણ ડામરની કપટ-કુશળતા પર વારી ગયા અને આ બનાવ પછી ડામરનું સ્થાનમાન ભીમદેવની રાજ્યસભામાં પણ વધી ગયું. આ વાતને વરસો વીતી ગયાં. આ ગાળામાં પોતાની બુદ્ધિના બળથી ડામરે ગુજરાતની ઘણી સેવા બજાવી તેમજ દેશોદેશમાં ગુજરાતનો ગૌરવ-ધ્વજ અણનમ લહેરાતો રાખવામાં ખૂબ યશસ્વી ફાળો આપ્યો.
ભીમદેવ ડામરના બુદ્ધિબળ પર જેટલા ખુશ હતા, એટલા જ એના આખાબોલાપણાના અવગુણ પર નાખુશ હતા. પણ આ નાખુશી વ્યક્ત કરાય, એવી નહોતી, કારણ કે વાતે વાતે ડામરની જરૂર પડતી હતી, છતાં પણ એવો કોઈ બોધપાઠ મળે, અને આ અવગુણ ડામરમાંથી વિદાય થઈ જાય, એવી તક તો ભીમદેવ ગોતતા જ હતા.
એક વાર ડામરને અવંતિની રાજ્યસભામાં મહત્ત્વનાં કારણોસર મોકલવાનું નક્કી થયું. આ અંગેની બધી સમજાવટ આપીને ભીમદેવે ડામરને રજા આપી. પણ ભીમદેવની દૃષ્ટિએ અવંતિ-ગમન પાછળનું પ્રયોજન ખૂબ જ મહત્ત્વનું હતું, એથી કંઈક યાદ આવતાં ડામરને ફરી બોલાવીને એમણે પુનઃ જરૂરી સલાહસૂચના આપી. ડામરને થયું કે, આટલી સામાન્ય સૂચના શું હું ન સમજી શકું? છતાં એ મૌન રહ્યો અને વિદાય થયો. થોડી પળો બાદ ભીમદેવે એને બોલાવીને ફરી કંઈક સૂચવ્યું. આવું બે ત્રણ વાર બનવા પામ્યું, એથી ડામરને ભીમદેવની બાળબુદ્ધિ પર હસવું આવ્યું. એણે કહ્યું : મહારાજ ! હવે કંઈ શિખામણ આપવાની બાકી રહેતી હોય, તો આપી દો. જેથી હું જલદી માળવા તરફ પ્રયાણ કરી શકું. મંત્રીશ્વર વિમલ છે ૧૮૭
Page #200
--------------------------------------------------------------------------
________________
રાજાએ જ્યારે કંઈ ન જણાવ્યું, ત્યારે પોતાનાં કપડાં ખંખેરીને ડામર ઊભો રહ્યો. રાજાએ સાશ્ચર્ય પૂછ્યું : આમ કપડાં ખંખેરવાનું કંઈ કારણ ?
ડામર જરા ગુસ્સામાં હતો, એણે કહ્યું : મહારાજ ! શેઠની શિખામણ તો ઝાંપા સુધી લઈ જવા જેવી પણ હોય છે, પણ આપે આપેલી આ બધી સલાહ-શિખામણો જો સાથે લઈને જઉં, તો આપનું પ્રયોજન જ સિદ્ધ ન થાય, માટે આપે સમજાવેલું-સંભળાવેલું બધું અહીં ખંખેરીને જ મારે જવું પડે એમ છે. શીખવેલું ત્યાં કામ ન લાગે, એ તો ત્યાં ત્યારે જે યોગ્ય લાગે, એ બોલવું પડે. પડશે એવા દેવાશે, આ વાતનો જાણકાર જ એલચી તરીકે શોભી શકે !
જ
તીખાં તમતમતાં કટાક્ષ-બાણ છોડીને રાજાના હૈયામાં રોષાગ્નિ પેટાવીને ડામર રવાના થયો. એણે આટલું કહીને રાજાને કહેવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. રાજા કરતાં કોઈ શેઠની શિખામણ વધુ ગ્રાહ્ય હોવાનું જણાવીને તો એણે ભીમદેવનું હડહડતું અપમાન જ કર્યું હતું, એથી સળગી ઊઠેલા રાજાએ તરત જ એક બીજા દૂતને ટૂંકા રસ્તે માળવા તરફ રવાના કરીને, એના સાથે એક વિચિત્ર સંદેશો ભોજ પર લખીને મોકલ્યો. ભીમદેવ એવા ગુસ્સામાં હતા કે, પોતાના પ્રયોજનની અગત્યતા ભૂલી બેઠા અને ડામરને બોધપાઠ આપવાનો મુદ્દો મુખ્ય બની બેઠો.
ડામર થોડા દિવસની મુસાફરીને અંતે રાજા ભોજની સભામાં જઈ ઊભો. ગુજરાતની કોઈ વાત એ રજૂ કરે, એ પૂર્વે તો પોતાની પર ભીમદેવનો આવી ગયેલો એક વિચિત્ર સંદેશો, ડામરના હાથમાં આપતાં ભોજે સાશ્ચર્ય પૂછ્યું કે, આ સંદેશો રાજા ભીમદેવનો જ લાગે છે ને ? ડામર એ સંદેશ વાંચીને ખુશખુશાલ થઈ ગયો. એમાં લખ્યું હતું કે, રાજવી ભોજ ! અમારી આજ્ઞાથી એક અગત્યના પ્રયોજન માટે ડામર ત્યાં આવવા રવાના થઈ ગયો છે. પણ અમે એની પર રોષે ભરાયા છીએ, એથી આ સંદેશ દ્વારા જણાવીએ છીએ કે, તમે
આબુ તીર્થોદ્વારક
૧૮૮
Page #201
--------------------------------------------------------------------------
________________
એનો વધ કરીને, એક મિત્રરાજ્ય તરીકેનું આ કર્તવ્ય અવશ્ય અદા કરજો !
આંખમાંથી આંસુઓની સરવાણી ખેંચી લાવે, એવું આ ફરમાન હોવા છતાં ડામરે ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરીને કહ્યું : મહારાજ ભોજ ! પ્રાણપ્યારી જન્મભૂમિની સેવા કાજે શહીદ થવાનો આવો અવસર મને ફરી ક્યારે મળવાનો હતો? માટે હું ઇચ્છું છું કે આપ આ ફરમાનનો અમલ જેટલો વહેલો કરશો, એટલો હું વહેલો કૃતાર્થ અને ધન્ય બનીશ, માટે આપ તલવાર તાણો, હું મારું માથું આપને આધીન કરવા અધીરો બન્યો છું.
આખી સભામાં આશ્ચર્ય ફેલાઈ ગયું કે, ડાહ્યો આ ડામર આજે આવો પાગલ કેમ થઈ ગયો? આની વાત આજે મો-માથા વિનાની કેમ લાગે છે ! આ રીતે મરવાને અને જન્મભૂમિની સેવાને શો સંબંધ હોઈ શકે ? સૌની આંખ અને સૌનાં અંતર આશ્ચર્યના તરંગો પર તરી રહ્યાં હતાં. ત્યાં તો ડામરે નવો ગપગોળો ગબડાવતાં સાવ સહજ ભાવે કહ્યું કે, નક્કી મારા જન્માક્ષર ભીમદેવને મળી ગયા હોવા જોઈએ ! ઓ મારા જન્માક્ષર ! તને પણ ઝાઝા જુહાર ! કેમ કે તારા પ્રભાવે જ મારા માટે આજે જન્મભૂમિની જાહોજલાલી કાજે ફના થઈ જવાની અને એથી જ મોતને મહોત્સવ માનીને માણવાની ધન્ય ઘડી ઉપસ્થિત થઈ !
રાજા ભોજ હવે મૌન ન રહી શક્યા. એમણે ડામરને કહ્યું : તમે જરા વિગતવાર વાત કરો, તો કંઈ સમજણ પડે. તમારી વાતના અંકોડા અમારા મનમાં જોડાવા જોઈએ ને ? માટે પહેલાં બધી વાત કરો, પછી આ ફરમાન અંગે વિચારીશું!
ડામરે કહ્યું : મહારાજ ! આમ નહિ. પહેલાં આપ મને આ ફરમાનનો વહેલી તકે અમલ કરવાની બાંયધરી આપો, પછી હું આ બધી વાતનો બરાબર મેળ બેસાડી આપું ! મારે મન આજે મરવાનું મહત્ત્વ વધુ છે, માટે આપ આ વાત કબૂલો, પછી હું મારા મૃત્યુના રહસ્યને ખુલ્લું કરીશ ! મંત્રીશ્વર વિમલ છે ૧૮૯
Page #202
--------------------------------------------------------------------------
________________
ભોજને તો ગમે તે રીતે આ રહસ્ય જાણવું હતું. એમણે કહ્યું : એમ તો એમ, પણ તમે એક વાર આ બધી ચોખવટ કરો.
ભોજ તરફતી આવી બાંયધરી મળ્યાથી સંતોષનો ભાવ વ્યક્ત કરતાં ડામરે કહ્યું ઃ મહારાજ ! વાત જાણે એવી છે કે, મારા જન્માક્ષરમાં એવું લખ્યું છે કે, આ માણસનું લોહી જ્યાં રેડાશે, ત્યાં બાર વર્ષનો દુકાળ પડશે. એથી રાજા ભીમદેવે ગુજરાતની સામે વાતે વાતે અડપલાં કરનારા માલવની મહત્તાને વિના સંગ્રામે, માટીમાં મેળવવા આ યુક્તિ અજમાવી લાગે છે. અહીં મારું લોહી પડશે, એનો મને આનંદ છે, કારણ કે ગુજરાતની મા-ભોમ કાજે આવું મૃત્યુ તો કોકને જ મળે. આ રીતે મરવા માટે તો ભાગ્ય જોઈએ. બોલો, રાજા ભોજ ! હું મોજથી મરવા તૈયાર થયો છું અને વધેરાઈ જવા અધીરો બન્યો છું, એ યોગ્ય છે કે નહિ ?
એક ગુજરાતીની આવી વતન-ભક્તિ જોઈને ભોજ મોજમાં આવી ગયા. એણે કહ્યું : ધન્ય છે ગુજરાતને કે, જેણે મા-ભોમ કાજે મરી ફીટનારા આવા મહારથી મર્દોને જન્મ આપ્યો ! ડામર ! તમારી આવી આદર્શ ભક્તિમાંથી માલવાએ ઘણું ઘણું શીખવા જેવું છે.
ડામરે કહ્યું ઃ મહારાજ ! હવે મીઠી મીઠી વાતો કરવી રહેવા દો. મેં મારું વચન બરાબર પાળ્યું, હવે આપ તલવાર તાણો, પળનોય વિલંબ હવે મને પાલવે એવો નથી. ભવોભવનાં ભાગ્ય જાગ્યા પછી આવી પુણ્ય તક મળી છે. એને આવકારવામાં પળનોય વિલંબ કેમ સહી શકાય ?
રાજા ભોજની સ્થિતિ તો સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ ! વચન પાળવા જાય, તો માળવાની ધરતીને દુકાળની કાળઝાળ આગમાં ઝીંકવાનું થાય અને માળવાને આ આગથી બચાવવા જાય, તો ડામરને આપેલું વચન તોડવું પડે ! એથી એમણે કહ્યું ઃ ડામરભાઈ ! તમારી બુદ્ધિ વખણાય છે અને મારા માટે એક તરફ વાઘ અને બીજી તરફ નદી જેવો ઘાટ ઘડાયો છે. આમાંથી મને જો બચાવી શકો, તો
આબુ તીર્થોદ્ધારક
૧૯૦
Ox
Page #203
--------------------------------------------------------------------------
________________
તમે જ બચાવી શકો. તમને ન મારું તો ગુજરાતનો કોપ ઊતરે, મારું, તો માળવાની મહાનતા પર દુકાળનો કોપ ઊતરે ! માટે કંઈક રસ્તો કાઢો. જેમ તમને તમારી જન્મભૂમિ તરીકે ગુજરાતનું ગૌરવ હોય, એમ અમનેય માલવા તરફ માનની લાગણી હોય, એ તમે સમજી શકો એમ છો !
ડામરે હવે વાતને વળાંક આપતાં કહ્યું ઃ મહારાજ ભોજ ! આ વાતનો તો કોણ ઇન્કાર કરી શકે એમ છે ? અમે ગુજરાતનાં ગાણાં ગાઈએ, એમ માલવીઓમાં માલવાની મહાનતા કાજેનું ગૌરવ તો હોવું જ જોઈએ, અને એક મિત્ર-રાજ્ય તરીકે માલવાની સાવ ઉપેક્ષા તો મારાથી પણ કઈ રીતે થઈ શકે ? જો આપની આવી જ ઇચ્છા હોય તો આ બંદાને માટે ભીમદેવને સમજાવી લેવા, એ રમત વાત છે ! હું એવી બાજી રચીશ કે, જેથી લાકડી ભાંગે નહિ ને સાપ મરે નહિ !
રાજા ભોજે ખુશ થઈને ડામરને ઇનામ-અકરામથી લાદી દેતાં કહ્યું કે, દાનો દુશ્મન તે આનું નામ ! ડાહ્યો દુશ્મન પણ સારો, ગાંડો મિત્રય નકામો ! આ કહેવત આજે માળવા માટે તો અક્ષરશઃ સાચી પડી રહેલી જણાય છે !
આખી સભામાં આનંદ આનંદ છવાઈ ગયો. ડામર જે મુખ્ય કામ માટે આવ્યો હતો, એ કામ પતાવીને ચાર-પાંચ દિવસ પછી એણે ગુજરાતની વાટ પકડી. એને બરાબરનો ખ્યાલ આવી ગયો હતો કે, શેઠની શિખામણનું જે નાગું સત્ય મેં ભીમદેવને સંભળાવ્યું હતું, એનો ગુસ્સો જ ભીમદેવે આ રીતે ઠાલવ્યો હોવો જોઈએ. એથી પોતાની બુદ્ધિના પ્રભાવનું પ્રદર્શન કરાવવા ઝડપી ગતિએ એ પાટણ પહોંચી ગયો. મોતના મોમાંથી ઇનામ-અકરામ લઈને છટકી આવેલા ડામરને, ભીમદેવ ફાટી આંખે જોઈ જ રહ્યા. અને એની બુદ્ધિ-ચાતુરી પર સૌ વારી ગયા. આખી ઘટના સાંભળીને તો સૌ છક્ક જ થઈ ગયા.
આ બનાવ પછી થોડા દિવસો સુધી તો ડામરે રાજા ભીમદેવની આમન્યા બરાબર જાળવી. પણ પાછા મૂળ સ્વભાવ પર આવી જતાં
મંત્રીશ્વર વિમલ
૧૯૧
Page #204
--------------------------------------------------------------------------
________________
એને વાર ન લાગી. એથી એક વાર બરાબરનો પાઠ ભણાવવાની મુરાદ સાથે એક ડબ્બી ડામરના હાથમાં સોંપીને ભીમદેવે કહ્યું કે, આ ભેટયું રાજા ભોજને પહોંચાડવાનું છે. તેમજ એઓ ભરી સભામાં આવે ખોલે, એવી મારી અગત્યની સૂચના પણ આપવાની છે.
ડામરના મનમાં થયું કે, શું આ એક ભેટશું પહોંચાડવા માટે મારે જવાનું ! પણ રાજાની સામે શું બોલાય ! ડામર દિવસોની મુસાફરી કરીને અંતે ધારાનગરીમાં પહોંચ્યો અને ભરી સભામાં ભીમદેવે પાઠવેલા એ ભેટણાને ભોજના હાથમાં મૂકતાં એણે કહ્યું કે, મહારાજ ! ખાસ આ ભેટશું આપવા જ હું આવ્યો છું. ગુર્જરેશ્વરે ખાસ જણાવ્યું છે કે, ભરી સભામાં જ આ ભટણું ખોલવું!
આખી સભાની આંખ એ ભેંટણા તરફ ચોંટી ગઈ. રાજાએ ભેટછું ખોલ્યું, મખમલના બંધનમાં વીંટળાયેલી એક સુવર્ણ-ડબ્બી જોઈને સૌનું કુતૂહલ ઓર વધી ગયું કે, અંદર શું હશે ? રાજાએ પણ આશાભર્યા અંતરે એ ડબ્બી ખોલી, તો ડબ્બીમાં ભરેલી રાખ કપડાં ઉપર પડતાં એઓ એકદમ ઝંખવાણા પડી ગયા, સભામાં ક્રોધ વ્યાપી ગયો. શૂરાઓએ તલવાર તાણીને કહ્યું : ડામર ! આ તે કંઈ મુજરો છે કે મશ્કરી ? ગુર્જરાધિપતિ આવી મશ્કરી કરે, એવી શક્યતા ઓછી છે. માટે તમારું જ આ અડપલું હોવું જોઈએ.
ભોજની આંખમાં પણ આગ ભભૂકી રહી હતી. એઓ બોલ્યા : ગુજરાતને હમણાં ઘણા ઘણાએ છાપરે ચડાવ્યું છે. એથી ગર્વિષ્ટ બનેલું ગુજરાત માલવાની આવી મશ્કરી કરીને સ્વનાશ નોતરવા બેઠું હોય એમ લાગે છે : રાજાએ તો આવી મશ્કરી કરી, પણ ડામરનો પણ આમાં હાથ લાગે છે, નહિ તો એ આવું ભેટશું આપવા માટે જ અહીં આવવાની વાત સ્વીકારે ખરો?
ડામરની આંખમાંય ઊંડે ઊંડે આશ્ચર્ય હતું. છતાં થોડી જ પળોમાં પરિસ્થિતિનો તાગ પામતાં એને વાર ન લાગી. એને થયું કે, મને
૧૯૨ % આબુ તીર્થોદ્ધારક
Page #205
--------------------------------------------------------------------------
________________
ફજેત કરવાની અથવા તો ભોજના ક્રોધની આગમાં મને હોમી દેવાનું નક્કી આ એક કાવતરું જ હોવું જોઈએ. પણ આ બંદાને કોણ પહોંચે એમ છે? એણે વળતી જ પળે હસતાં હસતાં કહ્યું કે, મહારાજ ! આ બાળકોની સભા છે કે બુદ્ધિમાનોની ? એક રાજા બીજા રાજાને આવી ચીજ ભેટણા રૂપે મોકલતા હોય, તો એની પાછળ કોઈ રહસ્ય હોવું જ જોઈએ, એટલો વિચાર તો એક નાનો બાળક પણ કરી શકે છે. મારો આ પ્રશ્ન છે જ્યારે અહીં તો તલવાર તાણીને બધા ઊભા થઈ ગયા છે ! આ કંઈ તલવાર તાણવાનું રણમેદાન થોડું છે?
સૌ ઠંડાગાર થઈ ગયા. પોતાની ઉતાવળી વૃત્તિ પર બધા ભોંઠપ અનુભવી રહ્યા, રાજા ભોજે સાહજિકતાથી પૂછ્યું : ડામર ! આ રાખ પાછળનું રહસ્ય જાણવા સૌ આતુર છે.
મહારાજ ! રાખ નહિ, પણ ભસ્મ બોલો ! અમારા મહારાજે થોડા સમય પહેલા “કોટિહોમ' યજ્ઞ કરાવ્યો હતો. આજે આવા યજ્ઞો જવલ્લે જ યોજાતા હોય છે. એથી એક મિત્ર-રાજ્ય તરીકે મહારાજ ભીમદેવે આપને ખાસ યાદ કરીને એ યજ્ઞની ભસ્મ આ સુવર્ણ ડબ્બીમાં ભરીને પાઠવી છે. રાખને કોઈ આવી રીતે શણગારે ખરું? આટલોય વિચાર આ સભામાં કોઈને ન આવ્યો?
ડામરે જબરો ટોણો માર્યો. થોડી વારમાં તો એ ભસ્મને માથે ચડાવવા મેળો જામી ગયો અને આવી પવિત્ર ભસ્મ આણવા બદલ ભોજે ડામરના શરીરને આભૂષણોથી ભરી દીધું. થોડા દિવસ રહીને ડામર ગુજરાત જવા નીકળ્યો. પાટણ પહોંચીને ભીમદેવના ચરણ ચૂમતાં એણે કહ્યું : આપનો આ ચાકર, ભોજ રાજાને આપનું ભેટયું આપીને અને એના બદલામાં આવું ઈનામ-અકરામ પામીને આવી પહોંચ્યો છે. હવે આવું કંઈ કાર્ય હોય, ત્યારે આ સેવકને જરૂર વિના સંકોચ યાદ કરવા વિનંતી.
રાજા ભીમદેવ ડામરની વાત સાંભળીને વિમાસણ અનુભવી રહ્યા. પણ જ્યારે વિગતવાર આખી ઘટના જાણી, ત્યારે તેઓ ડામરની પીઠ મંત્રીશ્વર વિમલ ૨૦ ૧૯૩
Page #206
--------------------------------------------------------------------------
________________
થાબડ્યા વિના ન જ રહી શક્યા : ભાઈ ! આનું નામ જેની બુદ્ધિ, એનું બળ !
પાટણના પાદરે સરસ્વતી નદીનાં જળ અવિરત વહી રહ્યાં હતાં, એથી વધુ ઝડપે સમયની સરિતા વહી રહી હતી. સિંધ અને ચેદિ પર જવલંત વિજય મેળવ્યા બાદ બીજાં બીજાં પણ અનેક યુદ્ધો જીતવામાં દંડનાયક વિમલે પોતાની અજોડ બાણવિદ્યાનું પરાક્રમ બતાવ્યું હતું, અને ગુજરાતના ગૌરવને એક એવી ચરમ સીમાએ પહોંચાડ્યું હતું કે, એથી ખુશ થઈને નાડોલપતિ ને દિલ્હીપતિ જેવા અન્ય અન્ય રાજાઓએ પણ દંડનાયક વિમલને સુવર્ણજડિત સિંહાસન અને છત્ર આદિ ભેટ રૂપે આપ્યાં હતાં. આમ, તાજ વિનાના રાજા તરીકે દંડનાયક વિમલની કીર્તિનો ચાંદ બીજના ચંદ્રની જેમ દિવસે દિવસે વધુ ખીલી રહ્યો હતો.
ગુર્જરપતિ ભીમદેવનું નામ-કામ ત્યારે એક પરાક્રમી રાજવી તરીકે ખૂબ જ મશહૂરતા પામી રહ્યું હતું. એમની પરાક્રમી વૃત્તિ કથાઓ બનીને દેશભરમાં ફેલાઈ રહી હતી. દામોદર મહેતાના પૂરા પ્રયત્નો હોવા છતાં ભીમદેવના રાજ્યદરબારમાં દંડનાયક વિમલનું સ્થાન-માન જરાય ઓછાશ નહોતું પામી શક્યું. ભીમદેવ અંતરથી માનતા હતા કે, ગુર્જરનું ગૌરવ વધારવામાં મંત્રી નેઢ અને દંડનાયક વિમલનો ફાળો અમૂલ્ય છે. આમ છતાં ભીમદેવનું એક ચિરસેવિત સ્વપ્ન હજી પણ અફળ જ રહેવા પામ્યું હતું. એ સ્વપ્ન હતું: અવંતિ-વિજયનું ! એઓ એક વાર પણ ભોજરાજાને હરાવીને અપ્રતિમ પરાક્રમીનું બિરુદ પામવા માંગતા હતા. અને આ માટે માળવાનું વાતાવરણ અવારનવાર જાણવા મળ્યા કરે, એ માટે છેલ્લાં કેટલાંય વર્ષોથી તેઓએ સંધિવિગ્રહિક ડામરને એલચી તરીકે લગભગ ધારાનગરીમાં જ રાખવાનું નક્કી કર્યું હતું.
ચિર-દષ્ટ આ સ્વપ્ન સાકાર થવાની, હૈયાધારણ મેળવી શકાય, એવા સમાચાર એક દહાડો એકાએક જ આવ્યા : ડાહલ દેશના રાજા
૧૯૪ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #207
--------------------------------------------------------------------------
________________
કર્ષે અવંતિ સામે યુદ્ધ જાહેર કર્યું હતું. એણે ખુલ્લંખુલ્લી હાકલ કરી હતી કે, રાજવી ભોજ ! તમે ૧૩૭ રાજાઓના સ્વામી છો અને અનેક બિરુદોના ધારક છો. માટે કાં આ બધાની માલિકી મને સોંપી દો, કાં મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાવ.
આ સમાચાર મળતાં જ રાજા ભીમદેવે શત્રુના શત્રુને મિત્ર માનવાની નીતિ અખત્યાર કરવાનો વિચાર કર્યો અને ચતુર દૂત દ્વારા કર્ણને કહેવડાવ્યું કે અવંતિ સાથે ગુજરાતને પણ બાપે માર્યા વેર ચાલ્યાં આવે છે. માટે તમે સંમત થતા હો, તો આપણે બંને ભેગા થઈને ભોજની સામે પડીએ. પછી અવંતિની તાકાત નથી કે, એ
સ્વતંત્રતાના ધ્વજની પક્કડ ટકાવી શકે ! માળવાને જીતીને આપણે અડધું વહેંચી લઈશું.
કર્ણને પણ સહાયની થોડીઘણી અપેક્ષા તો હતી જ. એથી એણે ભીમદેવનો આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને સંયુક્ત-સંગ્રામ જાહેર થયો. એટલામાં એક દહાડો ધારાનગરીમાં રહેતા ડામરે પણ એક સાંકેતિક સંદેશો પાઠવ્યો કે, આમ્રફળ પાકી ગયું છે, એનાં ડીંટાં ઢીલાં પડી ગયાં છે અને હવા જોરશોરથી ચાલી રહી છે. હવે આનું ભાવિ પરિણામ શું આવશે, એની કોઈ ખબર નથી ! ભીમદેવને થયું કે, આ સમાચાર માળવાની વર્તમાન દશા તરફ સંકેત કરી જાય છે. અત્યારે માળવાની દશા આવા આમ્રવૃક્ષ જેવી છે અને વિગ્રહનો વાયરો જોરશોરથી વાઈ રહ્યો છે. એથી હવેના ભાવિના ઘડવૈયા આપણે બનવાનું છે.
ભીમદેવે દંડનાયક વિમલ આદિને ભેગા કરીને “અવંતિ-વિજય' કાજના ચિરદષ્ટ સ્વપ્નને સાકાર બનાવવા માટે આવી પહોંચેલી અનુકૂળ અને અણમૂલ તકની વાત કરી, સૌએ એને વધાવી લીધી અને એક દહાડો ગુર્જર સૈન્ય અવંતિ તરફ આગેકૂચ કરી ગયું. એ સૈન્યના દંડનાયકનું માન-સ્થાન વિમલ સિવાય કોણ શોભાવી શકે એમ હતું
મંત્રીશ્વર વિમલ
ર૦ ૧૯૫
Page #208
--------------------------------------------------------------------------
________________
દિર છે
=
=
=
=
જ
તે
તોફાનને તાણી લાવનારી શાંતિ
ETY
‘આમ્રફળ પાકી ગયું છે ! એનાં ડીંટાં ઢીલાં પડી ગયાં છે ! અને હવા જોરજોરથી ચાલી રહી છે !'
આ સંકેત-સમાચાર સાવ સાચા હતા. માળવાની પરિસ્થિતિ આથીય વધુ પ્રવાહી હતી. રાજા ભોજની ઉંમર થઈ હતી અને એમાં વળી જ્યારથી એવા સમાચાર આવ્યા હતા કે, રાજા ભીમદેવ અને રાજા કર્ણ સંયુક્ત-સંગ્રામ લઈને આવી રહ્યા છે, ત્યારથી એઓ હિંમત હારી બેઠા હતા. આ પૂર્વે પણ એક શરતમાં એમની કફોડી હાર થઈ હતી. કર્ણ એક શરત મૂકેલી કે, યુદ્ધ ખેલ્યા વિના બળાબળનો નિર્ણય કરવો
Page #209
--------------------------------------------------------------------------
________________
હોય, તો આપણે બંને એક જ સમયે પોતપોતાના ગામમાં એક મંદિર બંધાવવાનું શરૂ કરીએ. એમાં જે મંદિર પહેલું બંધાઈ જાય, એ મંદિરની પ્રતિષ્ઠા-વિધિમાં બીજા રાજાએ છત્ર, ચામર આદિ રાજચિહ્નોનો ત્યાગ કરીને ભાગ લેવો અને પોતાનો પરાજય કબૂલ રાખવો.
આ શરત રાજા કર્ણ જીતી ગયા હતા, કારણ કે સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્ત સુધીમાં, હજારો માણસોને કામે લગાડી દઈને ૫૦ હાથ ઊંચું મંદિર બંધાવવામાં એઓ સફળ થયા હતા, જ્યારે રાજા ભોજ તો આટલા સમયમાં મંદિરના પાયા પણ પુરાવી શક્યા નહોતા. એથી શરત મુજબ ભોજ રાજાએ કર્ણરાજ દ્વારા નિર્મિત મંદિરની પ્રતિષ્ઠામાં રાજચિહ્નોને મૂકીને હાજરી આપવી અનિવાર્ય બનતી હતી. પણ ભોજ રાજાએ આ શરતને ફગાવી દીધી હતી. આથી પણ કર્ણરાજાની વિજિગીષાની આગ વધુ ભભૂકી ઊઠી હતી. એમાં વળી ગુર્જરેશ્વરનો સાથ-સહકાર મળી ગયો, પછી તો પૂછવાનું હોય જ શું ?
સંયુક્ત-સેનાનો ધસમસતો એ સાગર માલવામાં પેઠો, એની વિરાટતાના સમાચાર ગુપ્તચરો દ્વારા સાંભળીને જ રાજાભોજે અદમ્ય આઘાત અનુભવ્યો. એઓ વિચારી રહ્યા કે, આજ સુધી રળાયેલી મારી આબરૂના હવે શું લીરેલીરા ઊડી જશે ? આના કરતાં તો હું આ સંગ્રામ આવ્યો, એ પૂર્વે મૃત્યુને વર્યો હોત, તો વધુ સારું થાત ! બસ, આ જાતનો આઘાત વધુ ઘેરો બનતો ચાલ્યો અને થોડા જ દિવસોમાં સાચેસાચ રાજાભોજનું પ્રાણપંખેરું ઊડી ગયું. માલવા પર ઊતરનારી ગુલામીને જોવાનો અવસર ન આવ્યો, એનો ભોજને મન સંતોષ હતો,એથી એ મોત રાજા ભોજને ખૂબ જ મીઠું લાગ્યું.
રાજા ભોજ ગયા અને એક સૂર્ય આમથમી ગયો ! માલવાનું પતન હવે નક્કી હતું, બંને સેનાઓનો સાગર એક દહાડો ધસમસતો- ધારામાં પેઠો, ધારા અને ગુજરાત વચ્ચે ઘમસાણ યુદ્ધ ખેલાયું. એમાં દંડનાયક
મંત્રીશ્વર વિમલ
૧૯૭
Page #210
--------------------------------------------------------------------------
________________
વિમલે અતુલ પરાક્રમ દાખવ્યું. રાજા ભીમદેવ અને કર્ણ પણ અતુલ બળી હતા. દંડનાયક વિમલને દેવી અંબિકા અને પદ્માવતીએ વરદાન રૂપે આપેલી સિંહનાદ અને અજેય વ્યક્તિત્વની શક્તિઓએ આ યુદ્ધમાં ખરેખરો પરચો બતાવ્યો, જેથી સિંહ જેવી અણનમતા માટે વિખ્યાત માલવ દેશ એક દહાડો હરણિયું બનીને રાજા ભીમદેવ અને કર્ણના પગમાં પડીને જીવનની ભિક્ષા યાચી રહ્યો.
આ
યુદ્ધમાં ચંદ્રાવતીના રાજા ધંધૂક પરમારને ભોજના પક્ષમાં ભળી ગયેલા જોઈને, ભીમદેવની આખમાં ખરેખરું ખુન્નસ ધસી આવ્યું હતું અને એમણે રણસંગ્રામમાં જ ધંધૂકને એવું રોકડું પરખાવ્યું હતું કે, એક વખત ગુજરાતને ખંડણી ભરનારો તું આજે શત્રુના પક્ષે ઊભો રહીને મારી સામે પડ્યો છે, પણ યાદ રાખજે કે, ચંદ્રાવતીને હવે થોડા જ સમયમાં ગુજરાતની આજ્ઞા નીચે ન લાવું, તો મારું નામ ભીમદેવ નહિ !
માલવામાં યુદ્ધ તો ખેલાઈ ગયું, અને વિજય પણ મળી ગયો ! પણ હવે રાજા કર્ણ ‘ગરજ સરી એટલે વૈદ્ય વેરી' ની કપટ-કળા રમવા માંગતો હતો, વિજય પછીનો અડધો ભાગ આપવામાં પણ એ હા-ના કરવા માંડ્યો. ભીમદેવને લાગ્યું કે, લાતથી માનનારની સામે વાત કરવાથી કંઈ જ સાર નહિ નીકળે, એથી દંડનાયક વિમલ અને સંધિવિગ્રહિક ડામર આદિને એમણે આજ્ઞા આપી કે, કાં કર્ણને હાજર કરો, કાં એની પાસેથી અડધો ભાગ કબૂલ કરાવો !
દંડનાયક વિમલની આગેવાની હેઠળની સેના માટે કર્ણને કેદ કરવો, એ કંઈ મોટી વાત ન હતી ! થોડા જ કલાકોમાં કેદી તરીકે કર્ણને ભીમદેવ પાસે હાજર કરાયો અને એની પાસેથી અડધો ભાગ કબૂલ કરાવાયો. પંચમહાલ ખેડામંડળ આદિ ઘણોમોટો પ્રદેશ ગુજરાતને મળ્યો. (જોકે આ પછી થોડા કાળ બાદ માલવાધિપતિ જયસિંહ, ઉત્તરાધિકારી ઉદયાદિત્ય અને સેનાપતિ જગદેવ આદિએ ગુજરાતના કબજામાંથી આ પ્રદેશને છોડાવીને પુનઃ માળવામાં મેળવી
આબુ તીર્થોદ્ધારક
૧૯૮
Page #211
--------------------------------------------------------------------------
________________
દીધો. પણ પંચમહાલ ખેડામંડલ આદિ પ્રદેશો પર તો ગુજરાતનો જ કબજો રહ્યો, જે આજ સુધી એમનો એમ છે.
અવંતિનો વિજય મેળવીને ઘણા દીર્ઘ સમય બાદ પાછા ફરેલા ભીમદેવ જ્યારે પાટણમાં પ્રવેશ્યા, ત્યારે પ્રજાનો આનંદ હૈયામાં સમાતો ન હતો, એમાંય વારાંગના બકુલાદેવીનો આનંદ તો અંતરના ઓવારા તોડીને બહાર વેરાઈ રહ્યો હતો.
બકુલાદેવી પાટણની એક પ્રખ્યાત વારાંગના હતી. એના દેહને વરેલી રૂપ-સંપત્તિની જેમ પવિત્ર જીવન જીવવાની ટેકની પણ જોડ જડવી મુશ્કેલ હતી. એ કાળમાં વારાંગનાઓ સાથેનો વ્યવહાર બે પ્રકારનો ચાલતો : એક બંધીનો ! બે, છૂટીનો ! દ્રવ્યના પ્રમાણ મુજબ જે વારાંગના અમુક નિશ્ચિત સમય સુધી કોઈ એક જ પ્રેમીને પતિવ્રતા નારીની જેમ સમર્પિત થઈને રહેતી, એ “બંધીની મર્યાદા પાળનારી ગણાતી હોવાથી ઉત્તમ ગણાતી. જ્યારે છૂટી”ની છૂટ ભોગવનાર વારાંગનાને માથે આવી ખાસ કોઈ મર્યાદા ન રહેતી, એના વ્યવહારમાં પૈસાની જ પ્રમુખતા રહેતી.
બકુલાદેવી “બંધીની મર્યાદા પાળનારી વારાંગના હોવાથી, એક પતિવ્રતા નારીની સમોવડી પ્રતિષ્ઠા મેળવી ચૂકી હતી. ભીમદેવના કાને આ વાત આવી અને એમણે બકુલાદેવીને સવા લાખ રૂપિયાની કટારી પાઠવીને બકુલાદેવીને ઘરેણે લીધી, બકુલાદેવી પણ ભીમદેવને ઇચ્છતી હતી. એથી એના આનંદનો પાર ન રહ્યો. પણ આ અરસામાં બન્યું એવું કે, અચાનક જ રાજવી ભીમદેવને “અવંતિવિજય'ના સંયુક્ત સંગ્રામમાં જોડાવું પડ્યું, એથી ઘરેણે લીધેલી બકુલાદેવીને એક વાર પણ ભીમદેવ મળી ન શક્યા અને યુદ્ધયાત્રામાં ઊપડી ગયા. બકુલાદેવીના બંધી-વ્રતની પૂરી પરીક્ષા કરતા રહેવા માટે એઓ પોતાના ગુપ્તચરોને આદેશ આપતા ગયા. મંત્રીશ્વર વિમલ છે ૧૯૯
Page #212
--------------------------------------------------------------------------
________________
અવંતી વિજયમાં મહિનાઓ પસાર કરીને મહારાજ ભીમદેવ જ્યારે પાટણમાં પ્રવેશ્યા, ત્યારે બકુલાદેવી હર્ષ અનુભવે એ સહજ હતું કારણ કે એક પતિવ્રતા નારીની અદાનો પોતાનો જીવન-વ્યવહાર આ વિજય-યાત્રાના દિવસો દરમિયાન એણે જાળવી જાણ્યો હતો. ગુપ્તચરો દ્વારા આ સમાચાર મળતાં જ ભીમદેવ બકુલાદેવીની આવી નિયમનિષ્ઠા પર ખૂબ જ ખુશ થયા અને શુભ દિવસે એમણે પોતાની એક રાણી તરીકે બકુલાદેવીને અંતઃપુરમાં પ્રવેશ આપ્યો.
આ બકુલાદેવીની ‘વંશપરંપરા'માં જ આગળ જતાં પરમાર્હત્ શ્રી કુમારપાળ ભૂપાલ થયા, બકુલાદેવીના પુત્રનું નામ ક્ષેમરાજ. એનો પુત્ર દેવપ્રસાદ. એનો પુત્ર ત્રિભુવનપાળ અને એના ત્રીજા પુત્ર કુમારપાળ ભૂપાળ ! આમ, બકુલાદેવી એક મહાન રાજવીના જનમમાં પરંપરાએ નિમિત્ત બનવાનું ભાગ્ય ધરાવતી હતી.
ભીમદેવની એક પટરાણીનું નામ ઉદયમતી હતું. એના પુત્રનું નામ કર્ણદેવ હતું, આ કર્ણદેવનો પુત્ર ભવિષ્યમાં જયસિંહ સિદ્ધરાજ - તરીકે ખૂબ જ ઇતિહાસપ્રસિદ્ધ બનવા પામ્યો. આ રીતે ભીમદેવનું શાસન વિ. સ. ૧૦૭૮ થી ૧૧૨૦ સુધી ૪૨ વર્ષ પર્યંત ચાલ્યું.
કર્ણદેવની જેમ ભીમદેવને એક મૂળરાજ નામનો પુત્ર પણ હતો, એ ભારે દયાળુ હતો, એક વાર અનાવૃષ્ટિના કારણે ચિંતાતુર ખેડૂતો રાજકર કંઈ રીતે ભરી શકશે, એ વિચારથી વધુ દુ:ખી થતા હતા. બધા ખેડૂતોએ મૂળરાજ પાસે જઈને આ દુઃખ જણાવ્યું. એનું દિલ દ્રવી ઊઠ્યું કે, આ કેવી રાજ્યવ્યવસ્થા ! ખેડૂતનો તો બધો આધાર મેઘરાજાની મહેર પર જ હોય છે. એક બાજુ મહેરનો અભાવ હોય અને બીજી બાજુ કરની ઉઘરાણી કરતા રાજ્યાધિકારીઓનો કાળો કેર ચાલુ હોય, આ તો પડતાને પાટુ મારવા જેવી પ્રવૃત્તિ ગણાય !
મૂળરાજ અશ્વનો જબરો ખેલાડી હતો. એક દિવસ પોતાની અશ્વવિદ્યાથી પિતા ભીમદેવને એણે ખુશખુશાલ કરી નાખ્યા. પછી એમણે વરદાન યાચવાનું જણાવ્યું, ત્યારે મૂળરાજે કહ્યું : અત્યારે
આબુ તીર્થોદ્ધારક
૨૦૦
Page #213
--------------------------------------------------------------------------
________________
આપની પાસે મારા આ વરદાનની થાપણ ભલે રહી. મને જ્યારે લાગશે કે, મારી માગણી પૂરી કરવા આપ સમર્થ છો, ત્યારે આ થાપણ, આ વરદાનનો હું ઉપયોગ કરીશ !
ભીમદેવને મૂળરાજ ઉપર બહુ જ પ્રેમ હતો. એથી એમણે કહ્યું : બેટા ! તું આમ કેમ બોલે છે ? શું તારી માગણી પૂરી કરવા અત્યારે હું સમર્થ નથી, એમ તું માને છે ? તું અત્યારે આ સિંહાસનનું સ્વામીત્વ ઇચ્છતો હોય, તો આ ઇચ્છા પૂરી કરવા હું સમર્થ છું, તો આથી વળી વધીને તારી બીજી કઈ મોટી ઇચ્છા છે કે, અત્યારે એને પૂરી કરવા હું અસમર્થ હોઉં ?
મૂળરાજને વિશ્વાસ બંધાયો. એણે કહ્યું ઃ તો પિતાજી ! આ વરસે દુષ્કાળ છે, એથી ખેડૂતોનો બધો કર માફ કરી દો ! આ જ મારી માગણી છે. દુકાળથી દાઝેલા ખેડૂતો પર કરની ઉઘરાણી કરવી, આ તો ઘા ઉપર મીઠું ભભરાવવા જેવી ક્રૂરતાની પ્રવૃત્તિ છે. આપના જેવા દયાળુને આ શોભે ખરું ! આપ ઉદાર બનીને આ કર માફ કરશો, તો આવતા વરસે વધુ ઉદાર બનીને આ ખેડૂતો કર ભરી જશે ! આ સત્યની ખાતરી કરવી હોય, તોય એક વાર આ અખતરો કરવાની મારી વિનંતી છે !
રાજાને પોતાના પુત્રની આવી પરગજુ-વૃત્તિ પર ખૂબ ખૂબ હર્ષ થયો. એમણે ‘કર-માફી'ની જાહેરાત કરી દીધી.પૂરી પ્રજા આ માટે મૂળરાજનાં ઓવારણાં લઈ રહી, પણ આ ઓવારણાંના પ્રવાહને એકાએક આંસુઓના પૂરે ઘેરી લીધો. બન્યું એવું કે, આ પ્રસંગ બન્યા બાદ ત્રીજે જ દિવસે મૂળરાજનું એકાએક અવસાન થયું ! એ વર્ષે આકાશની આંખમાંથી તો આંસુઓની ધાર ન નીકળી, પણ મૂળરાજની અણધારી વિદાયથી સંતપ્ત બનેલી પ્રજાની આંખમાંથી એવો આંસુપ્રવાહ વહી રહ્યો કે, જો એને ખેતરમાં વાળવામાં આવ્યો હોત, તો કદાચ આંસુ ભીની એ ધરતી મબલખ પાકથી લચી ઊઠત !
મંત્રીશ્વર વિમલ
૨૦૧
Page #214
--------------------------------------------------------------------------
________________
તરવૈયો મહાસાગર તર્યા બાદ કિનારે આવીને સંતોષનો શ્વાસ લે, એમ ભીમદેવ સંગ્રામના અનેક સાગરો ડહોળીને આવ્યા બાદ મળેલા વિજયનાં મોતી જોઈ-જોઈને સંતોષ અનુભવી રહ્યા હતા. શરદનું આકાશ જેમ નિરભ્ર હોવા છતાં એકાદ વાદળી કોઈ વાર એ નિરભ્રતાનો આછોપાતળો નાશ કરી દે, એમ અનેક યુદ્ધમાં વિજયી બન્યા બાદ ગુજરાતનું રાજકીય આકાશ નિરભ્ર હોવા છતાં પરમાર ધંધૂક સામેના સંગ્રામની વાદળી અવારનવાર એ નિરભ્રતાનો ભંગ કરતી હતી.
અવંતી-વિજયના સંગ્રામની એ પળોમાં રાજવી ભીમદેવ જ્યારથી પરમાર ધંધૂકને ભોજના પક્ષે ઝઝૂમતો જોયો હતો, ત્યારથી જ એ ધંધૂકને ધોળે દહાડે તારા દેખાડવા , એઓ ચંદ્રાવતી પર ચડાઈ લઈ જવાના મનસૂબા રચ્યા કરતા હતા. માતેલો સાંઢ ચોમાસું ચરે, પછી એની ઉન્મત્તતામાં શી ઓછાશ રહે ? ધંધૂકની વર્તમાન સ્થિતિ કંઈક આવી હતી. એથી ભીમદેવની નજર એકમાત્ર દંડનાયક વિમલ પર જ ઠરતી હતી કે, ધંધૂકને નાથવાની એકમાત્ર તાકાત આ દંડનાયક જ ધરાવે છે.
દંડનાયક વિમલનો નૂતન મહેલ તૈયાર થઈ ચૂક્યો હતો. એના ભવ્ય ગૃહમંદિરની પ્રતિષ્ઠાવિધિ ખૂબ જ ઠાઠમાઠથી ઊજવાઈ હતી. એમનું આ નૂતન નિવાસસ્થળ પાટણ આવનારા પરદેશીઓ માટે જોવાલાયક એક સ્થાપત્યના રૂપમાં દિવસે દિવસે વધુ વિખ્યાત બનતું જતું હતું.
પાટણમાં જાણે સુખ-શાંતિનો સૂર્ય ઝગારા મારી રહ્યો હતો. અને દંડનાયક વિમલની કીર્તિ-કથાઓ તો બધે ખૂબ જ હોંશે હોંશે બોલાતીસંભળાતી હતી. આમ ઉપર ઉપરથી જોનારાને તો એમ જ લાગતું કે, પાટણમાં શાંતિનું એકછત્રી સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે ! પણ આ શાંતિ પૂર ઊતરી ગયા પછી મંદ મંદ ગતિએ વહેતી નદીના વહેણ જેવી હતી કે ભરતીની પૂર્વ પળોમાં તોફાનને તાણી લાવવાની તાકાત
૨૦૨ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #215
--------------------------------------------------------------------------
________________
એકઠી કરવા મંદ મંદ મોજાં સાથે લહેરાતા મહાસાગરની સોહામણી સપાટી જેવી હતી? એનો ફલાદેશ ભાખવો સહેલો ન હતો, કારણ કે દામોદર મહેતા જેવી વ્યક્તિ-શક્તિઓ, તોફાનને તાણી લાવતી શાંતિની અદાનો અભિનય આબાદ ભજવી રહી હતી.
દામોદર મહેતાની નજરમાં વિમલ જ આંખના કણાની જેમ ખૂંચતા હતા. કારણ કે દંડનાયકના પદને એઓ શોભાવતા હતા. દંડનાયક ધારે તો સિંહાસને બેઠેલા રાજાને રખડતા ભિખારી અને રખડતા ભિખારીને મહાસામ્રાજયનો માલિક બનાવી શકે, એવી તાકાત ધરાવતા હતા. એથી મંત્રી નેઢની એમને કોઈ ચિંતા નહોતી, દંડનાયક જ એમની ઈર્ષાનો વિષય હતા.
એક દહાડો ઠીક ઠીક સાહસ એકઠું કરીને દામોદર મહેતા પોતાના સાગરીતો સાથે ભીમદેવ પાસે જઈ પહોંચ્યા. ખબરઅંતર પૂક્યા પછી એમણે કપટની જાળ પાથરતાં કહેવા માંડ્યું. મહારાજ ! આ પાટણની પ્રતિષ્ઠા આજે તો એવી જામી છે કે ભલભલાને આની ઈર્ષા થાય ! અને આમાં દંડનાયકનો જ ફાળો છે, એને કોઈ જ વીસરી શકે એમ નથી.
વિમલનું નામ આવતાં જ ભીમદેવનું મોટું ભરાઈ આવતું હતું. એથી એમણે કહ્યું કે, ભાઈ ! આનું નામ જ પુણ્યાઈના પ્રકાશ! ઢોર ચારતા એ દહાડાના વિમલને જોઈને કોઈને કલ્પના આવી હશે ખરી કે, આ આવતી કાલનો ગુર્જર રાષ્ટ્રનો નવસર્જક બનશે?
“મહારાજ ! આ તો બહુ આઘેની વાત ગણાય પણ વિમલે હજી થોડા મહિનાઓ પૂર્વે જે નવું મકાન બાંધવાનું શરૂ કર્યું હતું અને
જ્યારે એના પાયા પુરાયા હતા, ત્યારે કોઈને એવી કલ્પના પણ આવી શકી હશે ખરી કે, આ સ્થાપત્ય પાટણના સ્થાપત્યોમાં શિરમોર બની જશે !”
મહેતાએ ધીમે ધીમે કપટની જાળ બિછાવવા માંડી. ભીમદેવ પણ આ સ્થાપત્ય અંગે પાટણમાં થતી વાતોથી પૂરા પરિચિત હતા, એથી મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૦૩
Page #216
--------------------------------------------------------------------------
________________
એમણે પૂછ્યું : મહેતા ! લોકો વાતો કરે છે,એમાં સચ્ચાઈનો થોડોઘણો પણ અંશ તો હોવો જ જોઈએ ને ? શું ખરેખર એ સ્થાપત્ય આટલું બધું અદ્ભુત છે ?
‘મહારાજ ! સચ્ચાઈના અંશની તો શી વાત કરો છો ? એ સ્થાપત્યનું જે અદ્ભુત નિર્માણ થયું છે. એનું સાવ આછું-પાતળું પ્રતિબિંબ પણ લોકોની વાતોમાં ઝિલાયું હશે કે કેમ એ શંકા છે. એથી પેલી કહેવતમાં જરા ફેરફાર કરીને એમ કહી શકાય કે, આપ મૂઆ વિના જેમ સ્વર્ગમાં ન જવાય, એમ જાતે પગ ઘસીને ગયા વિના એ નિર્માણની નજાકતતા ખરા સ્વરૂપમાં કલ્પી ન શકાય ! આ ભવનનું નિર્માણ ન થયું હોત, તો પાટણમાં આવા શિલ્પવિશારદો છે, એનો આપણને મરતા સુધી ખ્યાલ પણ ન આવત ! આવા નયનરમ્ય એ નિર્માણની ભવ્યતા લોકોની વાતોમાં તો ઝિલાઈ ઝિલાઈને કેટલી ઝિલાય !
‘શું વાત કરો છો, મહેતા ! વિમલે આટલી બધી શિલ્પકલા ત્યાં ઠાલવી દીધી છે ! તો તો આ સ્થાપત્યને જોવા જવું જોઈએ. જાણ્યા કરતાં જોયું ભલું !
‘ભીમદેવના દિલમાં એ સ્થાપત્યનું બરાબર આકર્ષણ પેદા થઈ ગયું. મહેતાએ વળતો જવાબ આપ્યો ઃ મહારાજ ! અમારે તો એ મહેલ જોવા જવું હોય, તો હજાર વાર વિચાર કરવા પડે ! આપ તો ધણીનાય ધણી છો અને દંડનાયક આપના તો આજ્ઞાંકિત ચાકર છે, આપ ઇચ્છા વ્યક્ત કરશો, એટલે એઓ રાજીરાજી થઈ જઈને પોતાની પીઠની પાલખીમાં આપને પધરાવીને પોતાના એ મહેલમાં લઈ જશે. મહારાજ ! આવું કંઈ નક્કી થાય, તો આ સેવકને સાથે લઈ જવાની કૃપા કરજો. જેથી અમારા જેવાની આંખ પણ ધન્ય બની જાય !
દામોદર મહેતા કપટની જાળ પાથરીને વિદાય થયા, બીજે દિવસે ભીમદેવે સાવ સાહિજક ભાવ વ્યક્ત કરવાપૂર્વક વિમલને પૂછ્યું તમે એક દહેરું-દહેરાસર ચણાવવાનું અને એક નવું નિવાસસ્થાન બંધાવવાનું
આબુ તીર્થોદ્ધારક
૨૦૪
Page #217
--------------------------------------------------------------------------
________________
શરૂ કર્યું હતું, એ કામ કેટલે પહોંચ્યું? યુદ્ધની આ બધી યાત્રાઓથી એમાં ઠીકઠીક વિક્ષેપ પડ્યો હશે કેમ વારું ?
દંડનાયકે જવાબમાં બાળ-સુલભ સરલતાનો આશરો લેતાં કહ્યું : મહારાજ ! આપની કૃપાથી આ કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે. દહેરાસરની પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે. હું આપની પધરામણી કરાવવા ક્યારનોય ઉત્સુક છું, ઝૂંપડી જેવા અમારા એ આંગણમાં પધારવાનું આપને કંઈ સામેથી કહેવાય ખરું ? છતાં વિનંતી કરું છું કે, મુજ રાંકની આ ઝૂંપડીમાં પધારશો, તો હું ધન્ય ધન્ય બની જઈશ.
રાજા ભીમદેવે એ વિનંતી સ્વીકારી લઈને પોતાના મંત્રીમંડળ સમક્ષ મોં ફેરવતાં કહ્યુંઃ કાલે બધા તૈયાર થઈને આવજો. બરાબર આ જ સમયે આપણે સૌએ વિમલનું નવું નિર્માણ જોવા જવાનું છે !
મંત્રી નેઢ અને દંડનાયક વિમલની પ્રસન્નતાનો પાર ન રહ્યો. વાંભ વાંભ ઊછળતા સાગર જેવા વૈભવ વચ્ચેય, વિમલના તન-મનમાં તરવરતી આવી વિનમ્રતા જોઈને ભીમદેવ પોતાની જાતને ધન્ય ગણી રહ્યા. પાસા પોબાર પડવા બદલ દામોદર મહેતાય પ્રસન્ન જણાઈ રહ્યા હતા.
દિવસને વીતતાં તો શી વાર ! બીજે દિવસે દંડનાયક શ્રી વિમલ અનોખા સાજ-શણગાર અને સાજન માજન સાથે ભીમદેવને તેડવા સમયસર દરબારમાં જઈ પહોંચ્યા. પાટણમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી, એથી પ્રજાનો ઘણો મોટો ભાગ, ભીમદેવને સત્કારીને વિમલને ત્યાં લઈ જવાની એ સત્કારયાત્રામાં સામેલ થયો.
એ સવારી વિમલના મહેલ આગળ જઈ પહોંચી. આંગણામાં જ એક નાનકડું છતાં દેવવિમાનની દિવ્યતા યાદ કરાવે, એવું ગૃહમંદિર નજરે પડ્યું. એના દર્શનનો લાભ લઈને પછી સૌ મહેલમાં પ્રવેશ્યા. પ્રવેશની એ પળે જ ભીમદેવને થયું કે, હું શું સ્વર્ગમાં તો પ્રવેશ કરી રહ્યો નથી ને ? સૌ ચોમેર નજર ફેરવી રહ્યા : આ બારણું સ્વર્ગનું બારણું તો નથી ને ? મંત્રીશ્વર વિમલ 25 ૨૦૫
Page #218
--------------------------------------------------------------------------
________________
જેનામાં પ્રાણ પૂરવાનો જ બાકી હોય, એવી પૂતળીઓ થાંભલે થાંભલે કંડારાયેલી હતી. કોઈ ઠેકાણે ભોંયતળિયું એવા અદ્ભુતપથ્થરોથી જડવામાં આવ્યું હતું કે, ત્યાં થઈને આગળ વધનારી વ્યક્તિ, પાણી હોવાના ભ્રમથી એક વાર તો અટકી જ જાય અથવા કપડાં ઊંચાં કરીને ચાલવાનો પ્રયાસ આદરે. ચિત્રશાળાની દીવાલોમાં, ઉપવનો, મૃગલાંઓ, સરોવરો, સૂર્ય-ચંદ્ર અને આવી આવી રમણીય સૃષ્ટિથી સભર કુદરતી વાતાવરણમાં જાણે સાક્ષાત્ કંઈ જિનમંદિરો-તીર્થોની દુનિયાએ અવતરણ કર્યું હતું. ચંદરવાઓમાં જાણે આકાશ પ્રતિબિંબિત થતું હતું. સંગીત શાળાઓમાંથી ફેલાતો ધ્વનિ ગાંધર્વ-સૃષ્ટિને યાદ કરાવે એવો હતો. બહારના બગીચાઓમાંથી પરિમલ લઈને અંદર આવતો પવન વાતાવરણને સુગંધથી ભરી દેતો હતો.
ભીમદેવ સહિતની મોટી પ્રજાને સુખપૂર્વક સમાવતા એ મહેલના આંગણે હાથીઓ ઝૂલી રહ્યા હતા અને અશ્વો છેષારવ કરી રહ્યા હતા. ભીમદેવ મહેલના મધ્યખંડમાં આવીને બિરાજ્યા. વિમલે વિનંતી કરી : મહારાજ ! ભોજનિયા તૈયાર છે. આપ અહીં પધાર્યા, ચામડી,નાક,આંખ,કાનઃ આ ચાર ઇન્દ્રિયોને તો પોતપોતાને યોગ્ય ખોરાક મળ્યો. પણ આ બધામાં મહારાણીનું પદ ભોગવતી જીભને સંતોષ આપ્યા વિના તો હવે જવાય જ નહિ !
મહેતા દામોદરની એક પછી એક ધારણાઓ ટપોટપ ધરાશાયી બની રહી હતી. એમની ધારણાઓ તો એવી એવી હતી કે, વિમલ ભીમદેવને આમંત્રણ જ નહિ આપે, કદાચ આપશે તોય આટલા બધા મોટા પ્રધાન-પરિવારને જમાડવામાં એ ઊણો ઊતરશે અને લોકોને કંઈક હલકું બોલવાનો અવસર મળશે.
રાજાએ ભોજનનું આમંત્રણ સ્વીકાર્યું. બત્રીસાં પકવાન અને તેત્રીસાં શાક સાથે પીવાનાં પાણી પણ એવાં સ્વાદિષ્ટ અને સુગંધી પીરસાયાં હતાં કે, એ પાણીથી જ પેટ ભરવાનું મન થાય ! રાજા ભોજન કરીને ઊભા થયા, તો એમને એવી અનુભૂતિ થઈ રહી છે,
૨૦૬ %
આબુ તીર્થોદ્ધારક
Page #219
--------------------------------------------------------------------------
________________
આટલા દિવસ તો હું એંઠવાડ જેવું જ ખાતો અને ખાબોચિયાનાં પાણી જ પીતો હતો ! અન્ન-પાણીમાં પણ આવો અમૃતસ્વાદ સંચારિત થઈ શકે છે, એ વાતનો તો આ ભોજનિયાં ન લીધા હોત, તો મને સ્વપ્નયા ખ્યાલ જ ન આવત !
સમી સાંજે રાજા ભીમદેવ પોતાના મહેલ તરફ પાછા ફર્યા ત્યારે એઓ મનોમન બોલી રહ્યા હતા કે,વિમલ જેને ઝૂંપડી માને છે, એ જ સાચો મહેલ છે ! અને હું જેને મહેલ ગણું છું, એ તો ઝૂંપડીથી વિશેષ કંઈ નથી ! મારા નગરમાં આવી પુણ્યાઈ પણ વસે છે, એ શું મારા માટે ગૌરવ લેવા જેવું નથી ?
આવી અનેકવિધ વિચારસૃષ્ટિ ભીમદેવના મનમાં લાંબા વખત સુધી સફર ખેડતી જ રહી. બીજા દિવસે બપોરે લાગ જોઈને દામોદર મહેતા રાજભવનમાં આવ્યા. રાજા ભીમદેવે એમને સત્કાર આપીને બોલાવ્યા. કાશ ! તો કેવું સારું થાત કે, જો ભીમદેવની પાસે સંજય દષ્ટિ હોત, તો તોફાનની તાકાતને તાણી લાવતી શાંતિને આવકારવાની જેમ તેઓ મહેતાને આવકાર આપવાથી આઘા રહેત ! પણ પાટણની પ્રતિષ્ઠા માટે જોખમી બનનાર એક વાવાઝોડું ત્રાટકવાનું જ હોય, ત્યાં આવા વિચારને અવકાશ જ ક્યાંથી રહે !
મંત્રીશ્વર વિમલ
૬ ૨૦૭
Page #220
--------------------------------------------------------------------------
________________
રાજા મિત્ર કેન દૃષ્ટ શ્રુતં વા
૧
‘રાજા મિત્ર કૈન દૃષ્ટ શ્રુતં વા' સંસ્કૃત ભાષાનું આ એક સુભાષિત છે, આનો અર્થ એવો થાય છે કે, રાજા મિત્ર હોય, એમ કોણે જોયું છે અને કોણે સાંભળ્યું છે ?
આ સુભાષિતમાં વપરાયેલા ‘રાજા' શબ્દથી કોઈ વ્યક્તિનો અર્થ તારવવા કરતાં ‘રાજકારણ’નો વ્યાપક અર્થ તારવવો વધુ યોગ્ય છે. એથી એમ તારવી શકાય કે, રાજકીય ખટપટની ચોપાટ એક એવી રમત છે કે, ત્યાં ઊંચે ચડનારના પગ પકડીને એને પછાડનારાઓનું હંમેશાં પ્રાબલ્ય રહેતું આવ્યું છે,
Page #221
--------------------------------------------------------------------------
________________
એથી રાજા ગમે તેવા ગુણિયલ હોય, તોય યોગ્ય વ્યક્તિ પર થતી એની કૃપા-વર્ષા કેટલો સમય ચાલે એ કહી ન શકાય, કારણ કે કાનમાં ઝેર રેડનારાં તત્ત્વો એની આસપાસ ઘૂમતાં જ રહેતાં હોવાથી એની ભંભેરણીનો ભોગ બનેલા રાજા ક્યારે આગ વરસાવા મંડી પડે, એ ન કહી શકાય અને ત્યારે શાણાઓના મોંમાંથી એવો ભાવ ધ્વનિત થઈ જાય કે, રાજા મિત્ર કેન દષ્ટ વ્યુત વા ! ભાઈ, રાજા સાથેની મિત્રતા અખંડ રહે, એવું કોઈએ જોયું-સાંભળ્યું છે ખરું?
રાજવી ભીમદેવ જોકે ગુણના ભંડાર હતા, પણ ગમે તેમ એ રાજા હતા, અને રાજાની આસપાસ એવાં એવાં તત્ત્વોનું ઓછા-વત્તા પ્રમાણમાં અસ્તિત્વ તો હોય જ કે, જેઓના હોઠ પર અમૃત હોય, પણ હૈયામાં તો હલાહલ જ ઘોળાતું હોય ! દામોદર મહેતાની આગેવાની નીચે વર્ષોથી રાજકારણમાં રસ લેતું એ ટોળું આવું જ હતું. જેના મોઢામાં કંઈ હોય, મનમાં બીજુ કંઈ હોય અને ક્રિયામાં તો વળી ત્રીજું જ કંઈ દેખાતું હોય !
દામોદર મહેતા વિમલનો તેજોવધ કરવાના મનસૂબા તો વર્ષોથી ઘડી રહ્યા હતા, પણ એમની આ મહેનત જેમ વધતી જતી હતી, એમ ઉપરથી વિમલના તેજમાં વૃદ્ધિ થતી જતી હતી. છેલ્લા ઉપાય તરીકે એમણે વિમલના નવા મહેલમાં રાજાનો પ્રવેશ થાય, એવું પાસું નાખ્યું અને એ પોબાર પડ્યું. મહેલની સમૃદ્ધિ જોઈને રાજા વિમલના પુણ્યની તારીફ કરતા પાછા ફર્યા. આમ, ચોપાટ બરાબર ગોઠવાઈ ગયા બાદ હવે જ ખરા દાવ નાખવાના હતા અને વિમલના પુણ્યથી રાજી થતા ભીમદેવના અંતરમાં ઈર્ષાના અંગારા જલતા મૂકવાના હતા.
ભીમદેવ હજી ગઈ કાલે જ જોયેલી વિમલની પુણ્યાઈના વિચારમાં મગ્ન હતા, ત્યાં જ દામોદર મહેતાનું આગમન થયું.આગતા-સ્વાગતા કરવા પૂર્વક એમને યોગ્ય સ્થાને બેસાડીને પછી રાજા ભીમદેવે કહ્યું : મહેતા ! કહેવાય છે કે આપ મૂઆ વિના સ્વર્ગ ન જોવાય, પણ કાલે તો સદેહે જ સ્વર્ગનું સૌભાગ્ય જોવા મળ્યું ! આ બદલ... મંત્રીશ્વર વિમલ છે ૨૦૯
Page #222
--------------------------------------------------------------------------
________________
“મહારાજ ! આમાં મારો આભાર માનવાનો ન હોય ! આ તો મેં એક ફરજ બજાવી છે, આપના સેવક તરીકે રાજ્યમાં જે કંઈ બનતું હોય, એનાથી વાકેફ રાખવાનું મારું કર્તવ્ય છે. મહારાજ આપે વિમલનો મહેલ બરાબર જોયો ખરો ?
દામોદર મહેતાનો આ પ્રશ્ન સાંભળીને આશ્ચર્ય વ્યક્ત કરતાં ભીમદેવે કહ્યું : મહેતા, આમ કેમ પૂછો છો ? મેં જ શા માટે, તમે બધાએ એ મહેલના શિલ્પ-સૌંદર્યનું ધરાઈ ધરાઈને દર્શન કર્યું ! એમ તમે ક્યા સંદર્ભમાં આ પ્રશ્ન કરો છો, એ સમજાયા વિના તો હું શો જવાબ વાળું?
મહારાજ મારો સંદર્ભ ગંભીરતાનો છે. એ મહેલમાં કેટલીક ચીજોનું દર્શન ગંભીરતા પ્રેરે એવું હતું, એ તરફ ધ્યાન દોરવા હું બીજી વાર પૂછવા માગું છું કે, આપે વિમલનો મહેલ બરાબર જોયો ખરો ?”
મહેતા પોતાનો દાવ અજમાવવા માંડ્યા. ભીમદેવના દિલમાં ગંભીરતા' શબ્દ કઈ કઈ આશંકાઓ જન્માવી દીધી. એમણે કહ્યું : એ વખતે નજરમાં ગૌરવને સ્થાન હતું, એથી ગંભીરતાની નજરને અવકાશ ક્યાંથી રહે ! ત્યાં હાથી હતા, ઘોડા હતા, સશસ્ત્ર ચોકીપહેરો હતો, કોટકિલ્લાની સુરક્ષા હતી, અને એવું ઘણુંબધું હતું ! આમાં ગંભીરતાથી જોવા જેવું વળી શું હતું?
આ જ મહારાજ ! આ જ હાથી, ઘોડા, ચોકીપહેરો, કોટકિલ્લા આ બધી ચીજોની જ ગંભીરતાથી નોંધ લેવા જેવી નથી શું? આ બધું તો રાજાના આંગણે શોભે, પ્રજાના આંગણે નહિ, વિમલ દંડનાયક છે, એથી શું એ કંઈ પ્રજા-જન મટી જાય છે ? અને એને રાજાના સમોવડ બનવાનો ઇજારો મળી જાય છે? મહેલનું બાંધકામ, એની રચના , એની મજબૂતાઈ અને એનો વૈભવ જોતાં એક એવી આશંકાની કાળી વાદળી મારા અંતરમાં ધસી આવે છે કે, કાલ ઊઠીને વિમલ કદાચ....”
૨૧૦
આબુ તીર્થોદ્ધારક
Page #223
--------------------------------------------------------------------------
________________
મહેતા બોલતા બોલતા જરા અચકાઈ ગયા. એથી રાજાએ કહ્યું : અચકાવાની કોઈ જરૂર નથી મહેતા ! જે હોય, એ વિના સંકોચે કહી નાખો ને ?
“મહારાજ ! બોલતાં મારો જીવ ચાલતો નથી ને જીભ ઊપડતી નથી ! તાજ વિનાના રાજા તરીકે તો વિમલ પ્રખ્યાત જ છે. પણ આ મહેલ જોયા પછી મારા અંતરમાં એવી એક આશંકા ઘૂમરાય છે કે, વિમલને કોઈ તાજવાળો રાજા બનાવી દે, તોય નવાઈ નહિ!
ભીમદેવની આંખો આશંકાથી ઊભરાઈ ઊઠી, એમણે સણસણતો સવાલ કર્યો : કોઈ એટલે કોણ ? શું પાટણમાં મારી વિરુદ્ધ કોઈ કાવતરું રચાઈ રહ્યું છે? મહેતા! જે હોય, એ સાફ સાફ બોલી જાવ !
દામોદર મહેતાએ છેલ્લો દાવ નાખી દીધો : મહારાજ ! આપની વિરુદ્ધ કાવતરું, રચવા તો વળી ક્યું મગતરું, સમર્થ હોય ! પણ વિમલને દંડનાયકના પદ રૂપે જે સત્તા મળી છે, આ સત્તાના પ્રભાવે એમને જે લોકચાહના મળી છે અને જેના બળે એઓ આ મહેલ બનાવી શક્યા છે, એ જોતાં મને તો એમ ચોક્કસ જણાય છે કે, અંદરખાને એઓ “રાજદ્રોહનું કોઈ નાટક ભજવવાની તૈયારી કરતા હોવા જોઈએ નહિ તો વળી હાથી ઘોડા ભેગા કરવાની અને ચોકીપહેરાના બહાને તેના એકઠી કરવાની એમને કોઈ જરૂર ખરી? અને દંડનાયકના પદની રૂએ ચતુરંગી સેના તો એમની આજ્ઞા નીચે છે જ. રાજ્યનું વસૂલીખાતું પણ વિમલના હાથ નીચે છે. હવે આપ જ જરા ઊંડા ઊતરીને વિચારો કે, પાટણની ગાદી પર ચડી બેસતાં વિમલને રોકે એવું ક્યું બળ અસ્તિત્વ ધરાવે છે?
મહેતા ! હું સમજી ગયો ! બધું બરાબર સમજી ગયો ! હવે મને ખ્યાલ આવે છે કે, હું સાપને દૂધ પાવાની પ્રવૃત્તિ આજ સુધી હસતે હૈયે કરી રહ્યો હતો ! તમે મને સમયસર ચેતવ્યો. હવે જાગ્યા ત્યારથી જ સવાર ! વિમલની બધી પ્રવૃત્તિઓ પાછળ રહેલી મેલી મુરાદ હવે મને હથેળીમાં રહેલા આમળાની જેમ સ્પષ્ટ દેખાઈ આવે છે ! એણે મંત્રીશ્વર વિમલ 35 ૨૧૧
Page #224
--------------------------------------------------------------------------
________________
મેળવેલી લોકપ્રિયતા જ મારી સામેના સંગ્રામનું વિનાશક બળ હશે, મારી આ સજ્જડ સમજણને હવે કોઈ ફેરવી શકશે નહિ !'
રાજાની આંખમાં અંગારા જેવી લાલાશ લબકારા મારી રહી. દામોદર મહેતાની સોગઠીએ બરાબર નિશાન વીંધ્યું હતું. એથી એમના અંતરમાં આનંદ સમાતો ન હતો. છતાં એ આનંદને ગંભીરતાના પડદા પાછળ છુપાવીને એમણે કહ્યું : મહરાજ ! આપની બુદ્ધિ-કુશળતા તો બેજોડ છે. એથી ઉતાવળે આંબા પકવવાની અધીરતાના અંશને પણ આધીન થયા વિના આપ વિમલનો કાંટો કાઢી નાખશો, એમાં મને જરાય શંકા નથી. છતાં જરૂર પડે, ત્યારે આ સેવકને જરૂર સેવા-કાર્ય ચીંધજો !
આ પછી રાજા-મહેતા વચ્ચે ખૂબ જ લાંબી એક મંત્રણા ચાલી. એમાં વિમલનો તેજોવધ થઈ શકે એવા અનેક વ્યૂહો નક્કી થયા. તેમજ કયા ક્રમથી એ વ્યૂહો અપનાવવા, એ પણ નક્કી થયું. છૂટા પડતી વખતે બંનેના મોંમાંથી એક જ સરખા શબ્દો નીકળ્યા : રાજા મિત્ર કેન દુષ્ટ શ્રુતં વા ! એવા અર્થમાં આ ઉચ્ચાર થતો હતો કે, જો મિત્ર માનીને વિમલ આવી દ્રોહભરી રાજરમત રમી લેવા માંગતો હોય, તો એ કાળજે લખી લે કે, રાજા વળી કોઈ દિ' મિત્ર તરીકે ટકી રહ્યાનું સાંભળ્યું કે જોયું છે ખરું ?
વિદાય થતા દામોદર મહેતાએ ભીમદેવને બીજી પણ એક વાત જણાવી કે, મહારાજ ! સાંભળવા મુજબ વિમલ આપને નમવામાં પણ રાજી નથી. એટલે એણે એક વીંટી બનાવી છે, જેમાં એના ભગવાનની પ્રતિકૃતિ હોય ! જેથી આપને નમતો દેખાતો વિમલ ખરી રીતે તો વીંટીમાં રહેલા પોતાના ભગવાનને જ નમે છે ! આપના પ્રભાવે એ આટલો આગળ આવ્યો. પણ આપને નમવામાં ય એ નાનમ સમજે છે! મહારાજ ! આવું આવું વિમલચરિત્ર તો અનંત છે ! કોણ એનો તંત પકડી શકે ને કોણ એનો અંત આણી શકે ?
૨૧૨
આબુ તીર્થોદ્વારક
Page #225
--------------------------------------------------------------------------
________________
ભીમદેવની નજરમાં વધુ ક્રોધ ઊભરાયો, એમણે બીજા જ દિવસથી “તેજોવધનું એ નાટક શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો. દૃષ્ટિ ફરી જતાં સોહામણી સૃષ્ટિ પણ ભીમદેવને હવે બિહામણી ભાસતી હતી. એમને થતું હતું કે, વિમલનો મહેલ મારા માટે જેલ તો સાબિત નહિ થાય ને? બીજા દિવસે રાજસભા ભરાઈ. રોજની જેમ દંડનાયક વિમલનું આગમન થયું. ભીમદેવની ચરણરજ લઈને જ્યાં તેઓ પોતાના આસન પર બેસવા માંડ્યા, ત્યાં જ પશુશાળાનો રક્ષક એકી શ્વાસે દોડતો દોડતો આવ્યો. એના મોં પર ભયંકર ભયના ભણકારા હતા, થરથર કંપતા એણે પોકાર પાડ્યો : મહારાજ ગજબ થયો છે,પશુશાળામાંથી પાંજરું ખોલી નાખીને વાઘ છૂટો થયો છે. જો એને ફરી પાંજરે નહિ પૂરવામાં આવે, તો પાટણમાંથી લોકો ઊભી પૂછડીએ ભાગંભાગ કરવા માંડશે. માટે કોઈ પણ ઉપાયે વાઘ પાંજરામાં પાછો પુરાય, એવાં પગલાં ભરવા વિનંતી છે ! હજી તો એ પશુશાળાના મેદાનમાં જ ફરે છે, પણ જો એ નગરમાં ફરવા માંડશે, તો ગજબ થઈ જશે, ગજબ !
ભીમદેવે ભયભીત બનવાનો આભાસ વ્યક્ત કરતાં કહ્યું : મારી આ સભામાં તો “સિંહનાદ ધરાવતા નરસિહોનું અસ્તિત્વ છે. એમના માટે તો વિફરેલા આ વાઘને પાંજરામાં પૂરવો, એ કૂતરાને કબજામાં લેવા જેવી રમત-વાત છે. બોલો, આ વાઘને વશ કરવાનું બીડું કોણ ઝડપે છે?
ભીમદેવે ચોતરફ પ્રશ્ન ભરી નજર ફેરવીને અંતે એ નજરને દંડનાયક વિમલ પર સ્થિર કરી. એથી દંડનાયક તરત જ ઊભા થયા. એમણે કહ્યું : આપની આજ્ઞા હોય, તો આ બીડું હું ઉઠાવું!
રાજાએ કહ્યું : વિમલ ! કરો કેસરિયા ! આ વાઘ જો પાંજરામાં નહિ પુરાય, તો પાંજરામાં પુરાવાનો આપણો વારો આવશે. તમારા જેવા વીર હાજર હોય, ત્યાં પાટણને શી ચિંતા હોય ! મંત્રીશ્વર વિમલ 35 ૨૧૩
Page #226
--------------------------------------------------------------------------
________________
પશુશાળાના પાંજરામાંથી છૂટો થયેલો એ વાઘ ખરેખર વિકરાળ હતો. એની આંખમાં અંગારા જેવો તાપ હતો. એના હાથ પગના પંજામાં ભલભલાને સકંજામાં ફસાવી દઇને પછી ખતમ કરી નાખવાની કાતિલ ક્રૂરતા હતી. એના સાદમાં એવી ભયંકરતા હતી કે, બળિયાના હાથમાંથીય શસ્ત્ર પડી જાય !
દંડનાયક વિમલ તો જરાય ગભરાયા વિના પશુશાળામાં જઈ પહોંચ્યો, અને એક સિંહનાદ કરીને બકરીના કાન ઝાલતા હોય, એવી અદાથી વાઘને વશ કરીને એમણે એવી લાલઘૂમ આંખથી વાઘની સામે જોયું કે, ઘડી પહેલાં પોતાની ત્રાડથી દીવાલોને ધ્રુજાવતો એ વાઘ ગરીબ ગાય જેવો બનીને ઊભો રહી ગયો. દંડનાયક એને દોરીને પાંજરામાં લઈ ગયા અને એને પાંજરામાં પૂરી દઈને જ્યાં એમણે પાંજરાનું બારણું બંધ કર્યું, ત્યાં તો ‘દંડનાયક વિમલ'ના જયનાદથી આખું પાટણ ગાજી ઊઠ્યું. એના પડઘા છેક રાજસભામાં પડ્યા અને રાજા તેમજ મહેતા મનોમન આઘાત અનુભવી રહ્યા.
આખી સભા વિમલની આ વીરતાને વધાવવા બહાર ધસી ગઈ અને થોડી જ પળોમાં વિમલનો જયજયકાર જગવતું એ મોટું ટોળું રાજસભામાં વિમલની આગેવાની હેઠળ પ્રવેશ્યું. પ્રજા તરફતી વેરાતી એ પ્રસન્નતામાં રાજા ભીમદેવને પણ હાથ લંબાવવો પડ્યો. એમણે લુખ્ખા શબ્દોમાં વિમલને વધાવી લેતાં કહ્યું : રંગ રાખ્યો, વિમલ ! તમે તો ખરેખરો રંગ રાખ્યો !
બે ચાર દિવસ સુધી પાટણમાં ઘરે ઘરે, જને જને વિમલની આ વીરતાનાં ગીત જ ગવાતાં રહ્યાં. ત્યાં વળી એક નવો જ પડકાર વિમલની સામે આવી ઊભો. એક મલ્લ બહારગામથી આવ્યો હતો, પથ્થરના પૂતળા સાથે એને કુસ્તી કરવાનું સોંપ્યું હોય, તો એ પૂતળાના પણ પળવારમાં ચૂરેચૂરા કરી નાખવાની પ્રચંડ તાકાત ધરાવતા એ મલ્લે ભીમદેવની ભરી–સભામાં પોતાની બાંયો ચડાવીને હાકલ કરી : રાજા ભીમદેવ ! કાં જયપત્ર લખીને પાટણ હાર સ્વીકારી લે, કાં મારો
આબુ તીર્થોદ્ધારક
૨૧૪
Page #227
--------------------------------------------------------------------------
________________
પડકાર ઝીલી લઈને પાટણ મને જીતી લે, તો હું જાણું કે, ઢીલી ઢીલી ખીચડીનો ખાનાર ગુજરાતી જેમ બજારોનો બાદશાહ છે, એમ કુસ્તીબાજીમાં પણ એ કુશળ અને સબળ છે !
મહારાજ ભીમદેવે જણાવ્યું : આ પાટણના વણિકોને તમે ઓળખતા નથી, માટે જ હાથે કરીને હારવા અહીં આવ્યા છો. બોલો, તમે કહો એને તમારી સામે લડાવું અને એમાં જો તમે જીતી જાવ, તો તમારા પ્રતિસ્પર્ધીની હારનો સ્વીકાર મારે કરવાનો ! બોલો, તમે કહો એને લડવાનો આદેશ આપું ? આ ગુજરાત છે અને એમાંય વળી આ તો પરાક્રમીઓનું પાટણ છે !
મલ્લુ આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરીને કહ્યું ઃ મહારાજ ! વીરોથી હકડેઠઠ ભરેલી આ સભા હોવા છતાં વીર તરીકે તો હું એક દંડનાયક શ્રી વિમલને જ નામથી ઓળખું છું. એથી એમની સાથે કુસ્તીમાં ઊતરવાના મારા ઓરતા છે. જીતવો તો વીરને જીતવો, કાયરને જીતીને સસ્તો વિજય મેળવવામાં હું માનતો નથી. માટે જો મારી પસંદગી આપને પ્રમાણ હોય, તો તો આ દંડનાયકને જ દંડ પીલવા આપ આદેશ આપો !
રાજા ભીમદેવે દંડનાયક વિમલ સામે નજર કરી. એઓ તરત જ ઊભા થયા, ભીમદેવના ચરણનો સ્પર્શ કરતાં એમણે કહ્યું કે, આપની કૃપા છે, એટલે પાટણની પ્રતિષ્ઠાને અને ગુજરાતના ગૌરવને ઊની આંચ પણ નહિ આવે એવો વિશ્વાસ છે ! જે મલ્લની કસાયેલી અને એથી બિહામણી લાગતી કાયા જોઈને જ બીજાના હાંજા ગગડી જાય, એ મલ્લની સામે બાંયો ચડાવીને વિમલે ઝંપલાવ્યું.
આખી સભાનો જીવ પડીકે બંધાઈ ગયો, સૌના જીવ તાળવે ચોંટી ગયા. સભા ફાટી આંખે અને ભયભીત અંતરે એ મલ્લયુદ્ધને નિહાળી રહી. એ મલ્લ અંગ-પ્રત્યંગોના મર્મભેદી જે પ્રહારો કરતો હતો, એ જોઈને તો સભા એવો સિસકારો જ નાખી ગઈ કે, આનાથી તો સમશેરના પ્રહાર પણ સારા ! આકાશમાં ઊડતા પતંગની જેમ આમ
મંત્રીશ્વર વિમલ
૨૧૫
Page #228
--------------------------------------------------------------------------
________________
તેમ ઢળતો વિજય અંતે દંડનાયક વિમલ તરફ વધુ પ્રમાણમાં નમ્યો અને મલ્લે દંડનાયકના ચરણ ચૂમતાં હાર સ્વીકારી.
આખી સભા દંડનાયક વિમલનો જયજયકાર જગવી રહી. અંદરથી ભોંઠા પડી ગયેલા ભીમદેવે વિમલની પીઠ થાબડી, પણ એમાં સગી મા જેવો સ્નેહ નહિ, ઓરમાન મા જેવો પ્રહાર હોય, એમ વિમલને લાગ્યું : છેલ્લા બંને વિજયમાં પ્રજા તરફથી જેમ પ્રચંડસન્માન સાંપડ્યું હતું. એમ રાજા તરફથી સાંપડેલો સત્કાર લુખ્ખો હોય, એવી અનુભૂતિ થતાં વિમલનું મન જરા બેચેન બન્યું. ભારે પગલે એઓ ઘરે ગયા. વીરમતિ આગળ હૈયાની આશંકા એમણે રજૂ કરી.
વીરમતિનું ચકોર હૈયું રાજા ભીમદેવની મેલી મુરાદ કંઈક પારખી ચૂક્યું હતું. એથી એમણે કહ્યું : ભીમદેવ સામે ચઢીને આપણા ઘરે આવ્યા. એમની સાથે દામોદર મહેતા જેવી વ્યક્તિઓ જોડાઈ, ત્યારથી જ દાળમાં કંઈક કાળું હોવાની આશંકા સેવતું મારું મન, આ બે બનાવોની વિગત સાંભળતાં વધુ સાશંક બને છે, ખરેખર પેલી વાણી “રાજા મિત્ર કેન દષ્ટ વ્યુત વા” સાચી પડવાની પૂર્વભૂમિકા રચાતી હોય એમ લાગે છે. માટે આપણે હવે સાવધ બની જઈએ, જેથી ગમે તે પળે પાટણના પરિત્યાગનું ફરમાન છૂટે, તો કાચી પળનોય વિલંબ કર્યા વિના આપણે એ ફરમાનને અમલી બનાવી શકીએ !
દંડનાયક વિમલે કહ્યું : માતાજી ! હું તો એ ત્રણે દૈવી શક્તિઓને અવારનવાર એવી પ્રાર્થના કરતો રહું છું કે, આબુના તીર્થોદ્ધારની ભૂમિકા દઢ બને, એવું વાતાવરણ જલદી સર્જાય, એ માટે આપની કૃપા સક્રિય બને !
વિરમતિએ ભાવિને ભાળતી પોતાની અનુભવી દૃષ્ટિનું દર્શન કરાવતાં કહ્યું કે, મને એમ ચોક્કસ લાગે છે કે, પાટણ છોડવું પડશે, તોય નેઢની સેવાને જાકારો આપવા ભીમદેવ તૈયાર નહિ થાય, કારણ કે દામોદર મહેતાની કરડી નજર માત્ર વિમલ પર જ કતરાતી રહી છે.
૨૧૬ ૯
આબુ તીર્થોદ્ધારક
Page #229
--------------------------------------------------------------------------
________________
એ જ દિવસે માતા વિરમતિની સમક્ષ આખું ઘર ભેગું થયું. જરૂરી વિચારણાઓ થઈ. દંડનાયક વિમલને ખાતરી થઈ ગઈ કે, પાટણ છોડવાનો વખત આવશે, તો શ્રીદેવી પણ પોતાની જેમ જ પ્રસન્નપગલે પાટણ છોડી શકશે ! વળી થોડા દિવસો વીત્યા.
એ બંને દાવ નિષ્ફળ ગયા બાદ રાજા ભીમદેવ અને દામોદર મહેતા હવે હાર્યો જુગારીની અદાથી બમણું રમી લેવાની બાજી ગોઠવી ચૂક્યા હતા. એ મુજબ એક દિવસ ભરી રાજયસભામાં વિમલ જ્યારે નમસ્કાર કરીને ચરણરજ લેવા નમ્યા, ત્યારે ભીમદેવે એકાએક મોં ફેરવી લીધું અને પગ ખેંચી લીધા. આથી વજઘાત જેવી વેદના અનુભવતા દંડનાયક વિમલ ગળગળા બની ગયા. એમણે હાથ જોડીને પૂછ્યું :
મહારાજ ! જળમાંથી જ્વાળા નીકળે, ચંદ્ર ચિનગારીઓ વેરે, મહાસાગર મર્યાદા લોપે કે સૂર્ય અંધકારની વર્ષા કરે, તોય જે આશ્ચર્ય કે આઘાત ન અનુભવાય, એ આજે આપની અપ્રસન્નતા જોઈને હું અનુભવી રહ્યો છું. મારો કંઈ વાંક, મારો કંઈ ગુનો !”
ભીમદેવે કહ્યું: દંડનાયક ! મારી અનુભૂતિ પણ તમારા જેવી છે ! જળમાંથી જવાળાઓ ભભૂકી ઊઠત, ચંદ્રમાંથી ચિનગારીઓ ઝીંકાત, મહાસાગર માઝા મૂકી દેત કે સૂર્યમાંથી અંધકાર વેરાવા માંડત, તોય મેં જે આશ્ચર્ય કે આઘાતની અનુભૂતિ ન કરી હોત, એ રાજના ચોપડેથી તમારા બાપ-દાદાના નામે નીકળતા લાખોના લેણાનો લેખ વાંચીને મેં અનુભવી છે !
ભીમદેવના મોઢામાંથી આ શબ્દો નહોતા નીકળ્યા, પણ જાણે સણસણતાં ધારદાર બાણ નીકળ્યાં હતાં અને એ બાણ વિમલના મર્મભાગમાં ઝંઝાવાતી-ઝડપે ખૂંપી ગયાં હતાં. વિમલની આંખ આગળ છેલ્લા દિવસોમાં બનેલી ઘટનાઓ પાછળના બદઇરાદાઓ નગ્નસ્વરૂપે ઊપસી આવ્યા. થોડી ક્ષણો માટે તો એઓ અવાક બની ગયા. એમને થયું કે, એ વાઘ અને એ મલ્લ સામેના સંગ્રામમાં હું ખપી ગયો મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૧૭
Page #230
--------------------------------------------------------------------------
________________
હોત, તો ‘લેણદાર’ તરીકે આમ અપમાનિત થવાનો આવો વખત તો ન આવત ! કાળજામાં ઊભો ચીરો પાડે, એવો આ ઘા હતો. છતાં વિમલે ધીર બનીને પૂછ્યું :
મહારાજ ! લેણાની સચ્ચાઈ ત્યારે જ સાબિત થાય કે, જો બંનેના ચોપડા એમાં સાખ ભરે ! અમારા બાપ-દાદાના ચોપડામાં રાજના નામે કાણી કોડીનું પણ લેણું લખાયેલું નથી. છતાં રાજના ચોપડે નીકળતા લાખ્ખોના લેણાની આપ વાત કરો છો, તો મારે અમારા એ બધા ચોપડા ફરી એક વાર ઝીણી નજરે તપાસી જોવા પડશે. અમારા બાપ-દાદાના નામે કોઈ લેણું નોંધાયેલું રહી ગયું હોય, એ અસંભવિત જણાય છે. આવું કંઈ હોત તો એ ક્યારનુંય ભરપાઈ થઈ ગયું હોત !
ખૂબ જ નમ્રતા છતાં મક્કમતા સાથે વિમલે પોતાની વાત રજૂ કરી. ભીમદેવે એકદમ ગુસ્સે થઈને જવાબ વાળતાં કહ્યું : તો શું તમારો ચોપડો શાહુકારનો અને અમારો ચોપડો ચોરનો ! એવું ન બને કે, કોઈવાર લખવાનું રહી પણ ગયું હોય !
મહારાજ ! આમાં શાહુકાર-ચોરનો સવાલ જ ક્યાં છે ! હજી નાનકડી કોઈ રકમ લખવી રહી જાય, એ અસંભવિત નથી. પણ આપ તો લાખ્ખોનું લેણું જણાવો છો, એ કઈ રીતે ચોપડે નોંધવું ભૂલી જવાય ? શું હું એટલું જાણવાનો અધિકારી ખરો કે, રાજ્યનું આ લેણું કયા વિષયનું છે ?
ભીમદેવે કહ્યું : જરૂર, દંડનાયક ! જરૂર, વનરાજ ચાવડાના સમયથી સબળ મંત્રીવંશનો પાયો નાખનાર તમારા પૂર્વજ શ્રી નીના શ્રેષ્ઠીના પુત્ર લહિરે વનરાજ પછીના બે-ત્રણ રાજવીઓના રાજ્યકાળ સુધી મંત્રી તરીકે અદ્ભુત સેવાઓ આપી હતી. એમણે પરદેશથી લાખેણા ઘોડા ખરીદ્યા હતા, પણ એનું ‘દાણ’ એમણે ચૂકવ્યું નહોતું, આ દાણની રકમનો વ્યાજ સાથે આજ સુધીનો હિસાબ-કિતાબ અમારા મુનીમો માંડી રહ્યા છે. પણ સંભાવના પ્રમાણે લેણાની એ રકમ લાખોના આંકડાને તો વટાવી જ જશે. થોડા કલાકમાં જ આ બધો આબુ તીર્થોદ્ધારક
૨૧૮
Page #231
--------------------------------------------------------------------------
________________
હિસાબ તૈયાર થઈ જશે. તમારા જેવા સપૂતોના પ્રતાપી પૂર્વજોનાં નામ રાજયના ચોપડે “લેણદાર' તરીકે લાલ અક્ષરે નોંધાયેલાં રહે, એ મારે માટે તો આઘાતનો વિષય છે. આ આઘાતને તમે અપ્રસન્નતાનું નામ આપો, તો તમારા મોઢે લગામ લગાવનાર કોઈ જ નથી ! પણ મારી અપ્રસન્નતાનું ખરું કારણ તો એક આ જ છે !
દંડનાયક વિમલ સવિનય ઊભા થઈ ગયા. એમણે અંતરના અવાજને અણનમ રીતે રજૂ કરતાં કહ્યું : મહારાજ ભીમદેવ ! મને આશ્ચર્ય થાય છે કે, વનરાજ ચાવડાના સમયથી આ લેણું ચોપડે નોંધાયેલું હોય, તો શું વચમાંના કોઈ રાજાએ આની ઉઘરાણી નહિ કરી હોય અને આવી ઉઘરાણી થઈ હોત, તો શું લેણદાર'ના કલંક સાથે જ અમારા એ વડવાઓએ વિદાય લીધી હોય, એમ આપ માની શકશો ? અમારા ચોપડામાં આવું લેણું શોધવા હું પ્રયાસ કરીશ, આપના ચોપડામાંથી વ્યાજ સાથે લેણાનો હિસાબ નીકળતો હોય, એ મને જોવા તો મોકલજો ! મહારાજ, અંતરના અવાજને રજૂ કરતા કદાચ કંઈ અવિનય જેવું લાગ્યું હોય, તો ક્ષમા ચાહું છું, આ બાળકને એક પિતા તરીકે આપ ક્ષમા આપશો જ એવો વિશ્વાસ છે !
દંડનાયક વિમલ પોતાની વાત રજૂ કરીને ભરસભામાં ઊભા થયા, તેમજ વીર અને ધીરને છાજે એવાં પગલાં ઉઠાવતા તેઓ પોતાના ઘર તરફ આગે બઢ્યા. સભામાં સન્નાટો અને ગંભીરતા છવાઈ ગઈ, ભીમદેવે નહોતું ધાર્યું કે, પોતાનો આ દાવ, આવો ગંભીર વળાંક લેશે અને પ્રજાનું માનસ આવું સંક્ષુબ્ધ બની જશે ! આખા નગરમાં સૌ કોઈ છૂટથી બોલી રહ્યું કે, રાજાઓ કાચા કાનના હોય છે, એની આથી વધુ સ્પષ્ટ પ્રતીતિ તો કોણ કરાવી શકે? આ લેણાની વાત ચોક્કસ ઉપજાવી કાઢેલી એક બનાવટ જ હોવી જોઈએ, જેનો ઇરાદો દંડનાયક વિમલના તેજોવધ કરવા સિવાય બીજો કોઈ જ ન હોઈ શકે !
મંત્રીશ્વર વિમલ
૨૧૯
Page #232
--------------------------------------------------------------------------
________________
આ બનાવ આખા પાટણમાં ચોરે-ચોરે, ચર્ચાવા માંડ્યા. કોઈની કાનભંભેરણીના ભોગ બનેલા ભીમદેવની ઉતાવળી વૃત્તિ અને આવા વિકટ -સંયોગોમાંય ધીરતા, વીરતા અને વિવેકને વળગી રહેનારા દંડનાયક વિમલની શાંત-વૃત્તિ, આ બંનેને સૌ પોતપોતાની દૃષ્ટિ મુજબ મૂલવી રહ્યા, પણ એ બધાં મૂલ્યાંકનોનો સરવાળો જાણે વિમલને વખાણવામાં અને ભીમદેવને ભાંડવામાં જ સમાપ્ત થતો હતો.
સમગ્ર પાટણમાં જેઓ અનુભવી, શાણા અને રાજકીય રંગોના રહસ્ય જ્ઞાતા હતા, એ બધાનો આ ઘટના અંગેનો અભિપ્રાય એ જ હતો કે, રાજા મિત્રં કૈન દૃષ્ટ શ્રુતં વા ! રાજાની મિત્રતા વળી ચિરંજીવ બની હોય, એવું કોઈએ જોયું-સાંભળ્યું છે ખરું ?
૨૨૦
આબુ તીર્થોદ્ધારક
Page #233
--------------------------------------------------------------------------
________________
ભાગ્ય ભાગ્યું કે સૌભાગ્ય જાગ્યું !
.
IFESS
ધીર શબ્દમાં પણ પરાક્રમની પ્રતિભાનું એવું પ્રતિનિધિત્વ ઝિલાયું છે કે, એનું માથું ઉડાવી દેવામાં આવે, તોય એ શબ્દ પોતાનું વીરત્વ છોડતો નથી. માટે જ સંસ્કૃતનું એક સુભાષિત એનાં ગાન ગાય છે કે, “ધીરસ્યાપિ શિરચ્છેદે વીરત્વે નૈવ મુંચતિ” ધીરા શબ્દનો શિરચ્છેદ થાય, તોય એ વીરપણું તો છોડતો જ નથી ! જો માત્ર “ધીર’ શબ્દને આવું સામર્થ્ય વર્યું હોય, તો પછી ધીરતાની સાક્ષાત્ મૂર્તિ સમી વ્યક્તિનું સામર્થ્ય તો કોણ વર્ણવી શકે ?
દંડનાયક વિમલ ધીરતા અને વીરતાની જ જાણે સદેહાવસ્થા હતી. એથી ભીમદેવ સમક્ષ અંતરની
Page #234
--------------------------------------------------------------------------
________________
સાફ સાફ વાત રજૂ કરીને ઘરે આવ્યા બાદ એમણે આ બનાવની ગંભીરતાને હળવી કરવા પરિવારને કહ્યું કે, આબુનો તીર્થોદ્ધાર આપણને ક્યારનીય હાકલ દઈ રહ્યો હતો. પણ હાકલને ઝીલી લઈને, આબુ ભણી પ્રયાણ આદરવાની પળ હવે પાકી ગઈ લાગે છે. આની વધામણી આપતાં મારા હૈયાનો હર્ષ સમાતો નથી !
દંડનાયક વિમલની સમક્ષ ભાતભાતના પ્રશ્નો ગુંજી ઊઠ્યા. એમણે આજના બનાવને ખૂબ જ હળવા શબ્દોમાં રજૂ કરીને અંતે કહ્યું : વડીલ બંધુ નેઢ પર રાજાની હજી અમીનજર છે. એથી આ મહેલમાં એઓ ભલે મજા કરે, આપણે સૌ આબુની ગોદમાં મજા માણીશું અને આબુનાં શિખરો પર ધર્મની ધજા ચડાવવાની સંકલ્પ-સૃષ્ટિને સત્કારતા તીર્થોદ્ધારના પુણ્યની કમાણી કરવા મંડી પડીશું. વિરમતિ સાથે વિમલે મંત્રણા કરી ને બનતી ઝડપે પાટણનો ત્યાગ કરવાનો નિર્ણય લેવાયો, પાટણ છોડીને કઈ દિશામાં પગલું ઉઠાવવું, એનો વિચાર ભાવિ પર છોડીને સૌ નિશ્ચિત બન્યા.
દંડનાયક શ્રી વિમલને તો ચોપડા તપાસવાના મિથ્યા-પ્રયાસમાં સમય ગુમાવવાની કોઈ આવશ્યકતા જ નહોતી ! એના અંતરમાં દઢ નિર્ણય જાગી ચૂક્યો હતો કે, આ બધી તો મને પાટણ છોડાવવા માટેની એક માયાજાળ છે ! એ જ સાંજે ભીમદેવ તરફથી આવેલા દૂતે વિમલના હાથમાં એક પત્ર મૂક્યો. એમાં લેણાની વિગતવાર નોંધ આપતાં લખવામાં આવ્યું હતું કે
“દંડનાયક વિમલ ! તમારા દાદા લહિરના સમયમાં એમણે ઘોડા ખરીદેલા. એનું દાણ ચૂકવવાનું બાકી રહી ગયું હોઈ, દાણની એ રકમ આજ સુધીના વ્યાજ સાથે છપ્પન ક્રોડ ટાંક થાય છે. માટે કાં તો આ રકમ ચૂકવવી, કાં તો ખાતું પાડી આપવું !” - દંડનાયકે એ રાજદૂતને કહ્યું : મહારાજ ભીમદેવને સવિનય જણાવજે કે, આ પત્રનો જવાબ આપવા વિમલ પોતે એક બે દિવસમાં આવી જશે. દૂત રવાના થઈ ગયો. થોડા કલાકોમાં તો રાજસભામાં
૨૨૨ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #235
--------------------------------------------------------------------------
________________
બનેલા આ બનાવ અંગે સમગ્ર પાટણમાં ખળભળાટ મચી ગયો. નગરશેઠ શ્રીદત્ત, સેનાપતિ સંગ્રામસિંહ આદિ કેટ-કેટલા આગેવાનો દંડનાયક વિમલને મળવા આવી ગયા, પણ એઓ તો ગૌરવભેર પાટણનો પરિત્યાગ કરવાના નિર્ણયમાં મક્કમ હતા. એમનું કહેવું હતું કે, તમારી દૃષ્ટિએ કદાચ મારું ભાગ્ય ભાંગ્યું હશે, પણ મારી દૃષ્ટિએ તો મારું સૌભાગ્ય જાગ્યું છે. જેથી હવે મારું ચિરષ્ટ એક સ્વપ્ન સાકાર થશે.
એક બાજુ વિમલનો આ નક્કર નિર્ણય હતો, તો બીજી બાજુ દામોદર મહેતાની વાતોમાં આવી જઈને રાજા ભીમદેવ જે ભ્રાંતિને પકડી બેઠા હતા, એને પકડી રાખવાની જીદ છોડે એમ ન હતા. એથી પાટણની પ્રજા નિસાસો નાખતાં બોલી રહી કે, શું આમ નીચે પટકાવા માટે જ પાટણે આટલી બધી પ્રગતિ-સિદ્ધિ હાંસલ કરી હશે?
ઘણી ઘણી વાટાઘાટો થઈ. પાટણની પ્રજાનો વિમલે સંપાદન કરેલો પ્રેમ પ્રમાણાતીત હોવાની પ્રતીતિ થતાં જ ભીમદેવે મનોમન એક કંઈક વિચિત્ર જણાય એવો નિર્ણય લઈ લીધો. દામોદર મહેતા પણ આ બનાવે જે વળાંક લીધા હતા, એથી આશ્ચર્યચકિત હતા. આ બનાવને ત્રણ દિવસ વીતી ગયા, ચોથા દિવસની પ્રભાતે દંડનાયક વિમલના મહેલનું આંગણું માનવ-મહેરામણથી ઊભરાઈ ઊઠ્યું. શુભ ઘડી-પળે હાથીના હોદ્દે ચડીને દંડનાયકે પાટણ-પરિત્યાગનું પ્રસ્થાન આદર્યું. પાટણના પ્રમુખ રાજમાર્ગો પર થઈને એ પ્રસ્થાન-યાત્રા રાજભવન તરફ આગળ વધી રહી.
દામોદર મહેતાના માણસો મનોમન ગભરાઈ ઊઠ્યા કે, આ વિરાટ માનવ-મહેરામણ ભીમદેવને ઉઠાડી મૂકીને, સિંહાસન પર વિમલને તો બેસાડી નહિ દે ને ? રાજભવનનું દ્વાર આવતાં જ દંડનાયક વિમલ નીચે ઊતરી ગયા અને અંદર જઈને સીધા જ ભીમદેવના ચરણ ઝાલીને બોલ્યા કે, મહારાજ ! પાટણ સાથેનાં અન્નજળ પૂરાં થયાં, બોલ્યુંચાલ્યું માફ કરજો, ગુર્જર રાષ્ટ્રના સંસ્કારોત્થાનની યાત્રામાં જોડાવા
મંત્રીશ્વર વિમલ
૨૦ ૨૨૩
Page #236
--------------------------------------------------------------------------
________________
દ્વારા થોડીઘણી પણ સેવાનો લાભ મળી શક્યો, એ બદલ આપનો ઉપકાર જીવનભર નહિ ભુલાય, વેલાને ચડવાય વાડ જોઈએ છે, આપનો આધાર ન મળ્યો હોત તો આ સેવા શક્ય જ નહોતી !
આ શબ્દો જ એવા હતા કે, પથ્થરની કઠોરતાય માખણમાં પલટાઈ જાય. ભીમદેવની આંખમાંય ઝળઝળિયાં આવી ગયાં. એમણે કહ્યું : દંડનાયક ! પાટણને તમારી હજી ઘણી સેવાની જરૂર છે. આમ આ ક્યાંનું પ્રસ્થાન આદર્યું? - દંડનાયક વિમલે કહ્યું કે સેવા આપવા મંત્રી નેઢ અહીં રોકાવાના જ છે. છપ્પન ક્રોડ ટાંકનું લેણું ચૂકવવાની શક્તિ-ભક્તિ પ્રાપ્ત થશે અને ત્યારે પણ લેણાદેણી હશે, તો ફરી પાટણ અવાશે. છતાં મારા જોગી કોઈ પણ કામસેવા હોય, તો નિઃસંકોચ ફરમાવતા રહેવા વિનંતી ! આપની સાથેનો અને ગુજરાત સાથેનો મારો સંબંધ તો એવો ગાઢ છે કે, એને કોઈ હથિયાર કે હથોડા નહિ જ તોડી શકે ! પરંતુ આવો એકલો સંબંધ જ સેવાનું આ કર્તવ્ય અદા કરવા કાજે પૂરતો નથી હોતો, આમાં બીજી સહાય પણ અપેક્ષિત હોય છે. એ સહાયક તત્ત્વના સથવારા વિના સેવાનું કર્તવ્ય અદા કરવાનો પ્રયાસ કોઈના અંતરને આગથી લપેટવામાં જ નિમિત્ત બનતો હોય, તો અપરોક્ષ સેવાના માર્ગે પણ આપની કૃપાથી આગળ વધી શકીશ, એવો વિશ્વાસ છે ! માટે કોઈપણ સેવા-કાર્ય હોય, તો ફરમાવતા રહેવા વિનંતી.
ભીમદેવના અંતરમાંથી એવો અવાજ ઊઠતો હતો કે, આવી વફાદારીને વળી છેહ દેવાતો હશે? પાટણની પ્રતિષ્ઠા અને ગુજરાતનું ગૌરવ જો વધારવું હોય, તો આડા પડી જઈનેય વિમલને રોકી લો ! પણ એ જ અંતરના એક ખૂણે ભરાયેલું ભ્રમણાનું પેલું ભૂત રાડ પાડીને કહેતું હતું કે, આ પળે જો વિમલ રોકાઈ ગયો, તો તો પછી ખેલ ખલાસ-ખતમ થઈ જશે ! તો આવતી કાલનો રાજા એ જ હશે ! ભ્રમણાના આ ભૂતની પક્કડમાં ભીંસાયેલા ભીમદેવે છેલ્લા દિવસોમાં મનોમન લીધેલા એક વિચિત્ર નિર્ણયને વાચા આપતાં કહ્યું :
૨૨૪ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #237
--------------------------------------------------------------------------
________________
દંડનાયક વિમલ ! અવંતિની એ વિજય-યાત્રાની પળોમાં ભોજના પક્ષે ઊભા રહીને લડત આપતા પરમાર ધંધૂકની વિદ્રોહી વૃત્તિ હજી હું ભૂલી શકતો નથી. જો તમે ચંદ્રાવતી પર ચડાઈ લઈ જાવ, તો માલવાના એ મેદાનમાં મેં કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થાય ! આ વિજય મેળવીને તમે ગુજરાતની સમૃદ્ધિમાં વધારો કરી આપો, તો એની સામે આ લેણાની ચુકવણીનું કોઈ જ મહત્ત્વ કે મૂલ્ય નથી !
આબુના તીર્થોદ્ધારના સ્વપ્નને સાકાર બનાવવા કાજે આ વાત વધાવી લેવા જેવી હતી. કારણ કે ચંદ્રાવતી આબુની તળેટીમાં વસેલી એક ભવ્યનગરી હતી અને પાટણના પાદરે પહોંચીને પ્રસ્થાનનું પગલું કઈ દિશામાં ઉઠાવવું આ પ્રશ્ન હજી ઊભો જ હતો ! એથી થોડીક જ પળોમાં બધો વિચાર કરી લઈને દંડનાયક વિમલે ભીમદેવના ચરણની રજ માથે ચડાવતાં કહ્યું : મહારાજ ! આપની આ આજ્ઞા મારા માટે શિરોધાર્ય છે ! જો થોડો વધુ અનુગ્રહ કરીને આપ મને ચંદ્રાવતીમાં જ રહેવાની અનુજ્ઞા આપો, તો આબુનો તીર્થોદ્ધાર કરવાનું મારું સ્વપ્ન પણ સફળ બની શકે ! ચંદ્રાવતી પર હવે આપની જ આણ સ્થાપિત થઈ ચૂકી, એમ જ સમજી લેવા વિનંતી !
ભીમદેવે દંડનાયક વિમલની એ વિનંતી સ્વીકારી લઈને, એમને ચંદ્રાવતીમાં રહેવાની અનુજ્ઞા આપી. બંને એકબીજાને ભેટીને છૂટા પડ્યા. દંડનાયક વિમલના દિલમાં તો ક્રોધની એવી કોઈ અમીટ રેખા અંકાયેલી હતી જ નહિ ! ભ્રમણામાં ભરાઈ બેઠેલા પેલા ભૂતની ભભૂતિની અસર જોકે હજી અકબંધ જ હતી, પણ ભીમદેવના એ ક્રોધને કંઈક કૂણો પાડવામાં આ વાર્તાલાપ અને આ આશ્લેષ અવશ્ય સફળ થયો.
ભીમદેવને ભેટીને દંડનાયક વિમલ બહાર આવ્યા, ત્યારે તો ત્યાં મોટો માનવ-મેળો જામી ગયો હતો. એ મેળાનો ઠીકઠીક મોટો ભાગ માત્ર વળાવવા જ નહિ, પણ દંડનાયકની સાથે જ પાટણનો પરિત્યાગ કરવાની પ્રવૃત્તિમાં સામેલ થવાના નિશ્ચય સાથે બધી તૈયારી કરીને આવ્યો હતો. મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૨૫
Page #238
--------------------------------------------------------------------------
________________
આ પ્રસ્થાન-યાત્રા આગળ વધી. પાટણના રાજમાર્ગો આંસુના છંટકાવથી ભીના ભીના થઈ ગયા. પાટણ આજે જાણે ગ્રીષ્મ અને વર્ષાના ઋતુ-સંગમ જેવી વિચિત્ર લાગણી અનુભવી રહ્યું હતું, દંડનાયકનો પાટણ-પરિત્યાગ સૌના અંતરમાં ગ્રીષ્મ જેવો તાપ પેદા કરતો હતો, તો સૌની આંખમાં એ પરિત્યાગ વર્ષા જેવી આંસુધાર પણ વહાવી રહ્યો હતો.
પાટણના પાદરને વટાવીને એ પ્રસ્થાન-યાત્રા ચંદ્રાવતીની દિશા તરફ આગળ વધી રહી, ત્યારે સૌને થયું કે, પાટણ શું ખાલીખમ થઈ જશે ! આ ભયના ભણકારા સાવ અસ્થાને ન હતા, કારણ કે શેઠશાહુકારો, શાહ સોદાગરો અને શ્રાવક-શ્રાવિકાઓનો એક મોટો સમુદાય પણ પાટણનો ત્યાગ કરીને ચંદ્રાવતી તરફ પ્રસ્થાન કરી રહ્યો હતો.
દંડનાયકની વિદાયથી પાટણમાં શોકનું જે સામ્રાજ્ય ફેલાયું, એ જોઈને ભીમદેવને એ જ સમજાતું નહોતું કે, આનંદ માનવો કે આંસુ સારવાં ! વિમલની વિદાયથી જાણે સૌ પોતાના હૈયાને હારવિહોણું, આંખને કીકીવિહોણું અને દેહને પ્રાણવિહોણું ગણીને જીવનને એક ભારની જેમ વેંઢારી રહ્યા. આમ, સમગ્ર પાટણ જ્યારે અકથ્ય વેદનાના ભાર નીચે કણસી રહ્યું હતું, ત્યારે દામોદર મહેતાની ટોળકી હસીહસીને તાળી પાડીને પોતાના મનની મુરાદોની સફળતા અંગે હર્ષ અભિવ્યક્ત કરી રહી હતી. વિમલને વિદાય અપાવીને એમણે શું મેળવ્યું હતું એનો કોઈ હિસાબ એમની પાસે નહોતો ! પણ આથી પાટણે જે ગુમાવ્યું હતું, એનું ગણિત માંડવું, એ તો આંકડા અને અક્ષરો માટે ગજા બહારની વાત હતી ! ટૂંકમાં વિમલની વિદાયથી પાટણે એક અમૂલ્ય ખજાનો ખોયો હતો, “અકથ્ય, અલેખ અને અકથ્ય' આ શબ્દ-ત્રિપુટીનું એ ખોટને લગાડાતું વિશેષણ પણ એ ખોટનો ખ્યાલ કરાવવા સમર્થ નહોતું !
૨૨૬
આબુ તીર્થોદ્ધારક
Page #239
--------------------------------------------------------------------------
________________
ભાગ્ય અને સૌભાગ્યથી શુરા-પૂરા માણસો ગમે તેવા વિકટ વાતાવરણ વચ્ચે મુકાય, તો પણ એમનો વાળ વાંકો નથી થઈ શકતો. એમને સ્મશાન-ઘાટ વચ્ચે વસવાની ફરજ પાડવામાં આવે, તોય ત્યાં પ્રેત એમની પ્રીતિ મેળવવા મથે, ભૂત એમની ભૂતિ-વિભૂતિનું કારણ બને અને રાક્ષસો એમનું રક્ષાકાર્ય અદા કરે ! આવો ચમત્કાર સરજાઈ જતો હોય છે.
દંડનાયક વિમલના જીવન-આરે ભાગ્ય અને સૌભાગ્યની મહાનદીઓ સંગમ સાધતી રહી હતી, એથી પાટણનો વસવાટ એમના માટે આનંદદાયક બને, એમાં તો કંઈ જ આશ્ચર્ય નહોતું. પણ પાટણને છોડી જવાની પળે પણ, જે અતર્કિત સંયોગો એમના માટે સર્જાયા, એ તો જરૂર મહાઆશ્ચર્ય પેદા કરે એવા જ હતા ! જ્યારે પાટણના પાદરે પહોંચ્યા પછી કઈ દિશામાં પગલું ઉઠાવવું, એય પ્રશ્ન હતો, ત્યારે વિદાયની પળે મહારાજા ભીમદેવે વિમલ સમક્ષ ચંદ્રાવતી પર ચડાઈ લઈ જવાની માગણી સામેથી મૂકી હતી. આ એમના ભાગ્ય-સૌભાગ્યની જ એક પ્રબળતા ન ગણી શકાય શું? એથી વિમલનો એ પાટણ પરિત્યાગ થોડા જ વખતમાં “યુદ્ધયાત્રા'ના સન્માનનીય નામ સાથે ઓળખાવા માંડ્યો અને એ યાત્રાને પગલે પગલે આબુની તળેટીમાં વસેલી મહાનગરી ચંદ્રાવતી નજીક ને નજીક આવવા માંડી.
ચંદ્રાવતી ખરેખર મહાનગરીના બિરુદને શોભાવી શકે, એવી અનેકાનેક વિશેષતાઓનું જ એક નામ હતું. આબુની તળેટીમાં વસેલી આ નગરી કોઈ કાળે ચડાવલી, ચડ્ડાવલી, ચડાઉલી આદિ નામોથી ઓળખાતી હતી વિ. સં. ૮૬૦ ની આસપાસ આ નગરીનું નિર્માણ થવા પામ્યું હતું. આ અરસામાં માલખંડના રાજા ગોવિંદે ગુજરાત પર વિજય મેળવીને ત્યાંની રાજધાની પોતાના ભાઈ ઈન્દ્રને સોંપી હતી. સંઘર્ષના આ સમયમાં પરમાર વંશ ઉદયમાં આવ્યો. આ વંશના પ્રતાપી પુરુષોએ ચંદ્રાવતી નગરી વસાવી. એમાં પાંચ પાંચ સદી સુધી મંત્રીશ્વર વિમલ ર૦ ૨૨૭
Page #240
--------------------------------------------------------------------------
________________
એકધારું પરમાર વંશનું રાજ્ય તપી રહ્યું ને ચંદ્રાવતી નગરી જાહોજલાલીની ઠીક ઠીક ઊંચી કક્ષાએ પહોંચી.
પરમારવંશીય રાજા ધંધૂકના હાથમાં ચંદ્રાવતીની સત્તા હતી, ત્યારે તો ત્યાં જૈનજગતની જાહોજલાલી પણ ચરમસીમાએ પહોંચી હતી. અઢારસો ગામ ચંદ્રાવતીની આણમાં હતાં. એ સમયે ૪૪૪ જિનાલયોથી મંડિત આ નગરીમાં ૩૬૦ તો કરોડપતિ જૈનો વસતા હતા.
ચંદ્રાવતી પર રાજ કરતો રાજા ધંધૂક એક વખત ગુર્જરેશ્વર ભીમદેવની આજ્ઞામાં હતો, પણ ભીમદેવના કેટલાક શત્રુરાજ્યોની સહાય મળતાં, એણે સ્વતંત્રતા સ્વીકારીને ગુર્જરેશ્વરની આણને ફગાવી દીધી. અને એથી જ ભીમદેવ જ્યારે અવંતિની સામે લડાઈ લઈ ગયા, ત્યારે ધંધૂકે ભોજનો પક્ષ લઈને જાણે ભીમદેવને ઉશ્કેરવાનું જ એક અવિચારી પગલું ભર્યું હતું. ત્યારે ભીમદેવે જે પ્રતિજ્ઞા સ્વીકારી હતી, એથી ધંધૂકના મનમાં ભય તો પેસી જ ગયો હતો કે, ગમે ત્યારે હવે મારે ગુર્જરેશ્વર સામે લડી લેવું પડશે ! પણ અવંતિના એ યુદ્ધમાં એણે જે વીરતા નિહાળી હતી, એથી ગુજરાત સામેના યુદ્ધમાં ઊભા રહેવાની હિંમત તો એ ખરી રીતે ખોઈ જ બેઠો હતો.
આમ, ચંદ્રાવતી બધી રીતે સમૃદ્ધ હોવા છતાં, એની પર પણ સત્તા પરિવર્તનનાં વાદળાં ગાજી રહ્યાં હતાં. એમાં એક દહાડો રાજા ધંધૂક પરમારની સત્તાની સામે એક પ્રચંડ પડકારના રૂપમાં દંડનાયક વિમલની સેના ચંદ્રાવતીની સરહદમાં પેઠી, ત્યારે ચંદ્રાવતીનો વિસ્તાર ખૂબ જ વિશાળ હતો. દંડનાયક વિમલને આવતા સાંભળીને પરમાર ધંધૂક જીવ બચાવવા પારોઠનાં પગલાં ભરીને નાસી ગયો. લોહીનું એક ટીપું પણ ન પડ્યું. અને એ થોડા જ દિવસોમાં સાહજિક રીતે ચંદ્રાવતીના આકાશે સત્તા પરિવર્તનનો સૂર્ય ઊગ્યો.
ચંદ્રાવતી પર ગુર્જરેશ્વર ભીમદેવનું શાસન જાહેર કરીને એમના અદના એક સેવક તરીકે દંડનાયક વિમલે ચંદ્રાવતીનો રાજકારભાર સંભાળી લીધો. થોડા જ વખતમાં એ લોકપ્રિય થઈ પડ્યા. ચંદ્રાવતીના
| ૨૨૮ “ આબુ તીર્થોદ્ધારક
Page #241
--------------------------------------------------------------------------
________________
પુનરુદ્ધાર રૂપે એમની દેખરેખ નીચે અનેક સુધારા-વધારા થતાં ચંદ્રાવતીની મનોહરતામાં કોઈ ઓર જ વધારો થયો. આમ, જૂની નગરીને વિમલે જાણે નવા જ સાજ સજાવ્યા !
ચંદ્રાવતીની સાધર્મિક ભક્તિ ત્યારથી જનજીભે ગવાવા માંડી. દંડનાયકની પ્રેરણા પામીને, ત્યારે ચંદ્રાવતીના ૩૬૦ કરોડપતિઓએ નવા આવેલા સાધર્મિકને એકેક ઈંટ, નળિયું, થાળી અને રૂપિયાની પહેરામણી કરવાનો સ્વૈચ્છિક સંકલ્પ સ્વીકાર્યો, એથી નવો આવેલો સાધર્મિક એક જ દિવસમાં પગભર થઈ શકતો !
આ બધા સમાચાર પાટણમાં પહોંચે એ સહજ હતું. ભીમદેવને આજ સુધી વિશ્વાસ નહોતો કે, દંડનાયક વિમલ આ રીતે ચંદ્રાવતી પર ગુર્જરેશ્વરની સત્તાનો ધ્વજ લહેરતો મૂકે ! પણ જ્યારે ચંદ્રાવતીની ચડાઈને સાવ સહજ રીતે મળેલી સફળતાના એ બધા જ સમાચાર અક્ષરશઃ ભીમદેવને મળ્યા, ત્યારે એમના અંતરે આનંદ કરતાં એ વાતનો આઘાત વધુ અનુભવ્યો કે, હું એક વફાદાર વિભૂતિને ઓળખી ન શક્યો, કે જે આ રીતે અન્યત્ર પણ મારો મહિમા વધારે, એ મને હટાવીને મારી રાજગાદી પર ચડી બેસે, એ કઈ રીતે શક્ય બને ? આમ હવે રાજા ભીમદેવ અંતરમાં આઘાત અનુભવી રહ્યા. પણ હવે આવા પશ્ચાત્તાપનો શો અર્થ હતો, કારણ કે અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયાં ચુન ગઈ ખેત !
આબુને એક જૈનતીર્થ તરીકે જ્વલંતતા આપવાનું બધું જ કાર્ય ચંદ્રાવતીમાં રહીને કરવાનું હતું. એથી આ નગરીને આ દૃષ્ટિએ પણ જેટલી સમૃદ્ધ અને જેટલી સુરક્ષિત બનાવવી જરૂરી હતી, એથીય વધુ પ્રમાણમાં સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવામાં દંડનાયક વિમલને ખૂબ જ ટૂંકા ગાળામાં સફળતા પ્રાપ્ત થઈ અને તાજ વિનાના એ રાજના સફળ અધિનાયક તરીકે દંડનાયક વિમલની કીર્તિ દશે દિશાઓમાં ગુંજિત બની ઊઠી.
મંત્રીશ્વર વિમલ
૨૨૯
Page #242
--------------------------------------------------------------------------
________________
દંડનાયક વિમલની વીરતાથી પ્રભાવિત બનીને આસપાસના અનેક રાજવીઓ ચંદ્રાવતીના ચાકર બનીને ધન્ય બની ગયા અને એક અજેય નગરી તરીકે ચંદ્રાવતીનાં નામ-ઠામ બધે ગાજી રહ્યાં. એમાંય ચંદ્રાવતીને જેમના તરફથી અવારનવાર ભય રહ્યા કરતો હતો, એવા અનેક મ્લેચ્છ-રાજ્યો પર વિજય મેળવીને દંડનાયક વિમલે ગુર્જરેશ્વર ભીમદેવની કીર્તિમાં વધારો કર્યો, એથી ખૂબ જ પ્રભાવિત થઈને એક દહાડો ભીમદેવે પોતાના પ્રધાનો સાથે ઉત્તમ જાતિના છત્ર-ચામર મોકલાવીને એવો સંદેશ પાઠવ્યો કે,
‘દંડનાયક વિમલ ! રાજહંસો તો ઊડીને જ્યાં જાય છે, ત્યાં એમને માટે માનસરોવરો ઊભાં થઈ જ જતાં હોય છે. ખોટ તો એ સરોવરોને જ ખમવી પડતી હોય છે, જેની પાળ પરથી એ હંસલાઓ ઊડી ગયા હોય. આ ઉક્તિ તમે ખરેખર સાર્થક કરી બતાવી છે. માટે આટલી આ પહેરામણી જરૂર સ્વીકારજો અને પાટણમાં પુનરાગમન કરીને અમારા ગુનાની માફી બક્ષજો !
દંડનાયક વિમલે પોતાના સ્વામી ભીમદેવની આ પહેરામણીને સહર્ષ અને સરોમાંચ સ્વીકારીને જવાબમાં લખી જણાવ્યું કે, મહારાજ ભીમદેવ ! ચંદ્રાવતીમાં આવ્યા બાદ પણ ગુર્જર રાષ્ટ્રની હું થોડીઘણી પણ જે કંઈ સેવા કરી શક્યો છું, એ આપના આશીર્વાદનો જ પ્રભાવ છે. રાજસેવા તો ઘણી કરી, હવે એવી ભાવના છે કે, થોડીઘણી ધર્મસેવા કરીને મળેલી આ સંપત્તિનો સદુપયોગ કરી લઉં અને ગુજરાતની ગૌરવ-ગાથા ચિરકાળ સુધી આબુનાં ગુરુશિખરો પરથી ગવાતી રહે, તેમજ જૈનશાસનની જયપતાકા દિગદિગંતમાં લહેરાતી રહે, એવું કોઈક સર્જનકાર્ય કરવા કટિબદ્ધ બનું ! આબુના તીર્થોદ્ધારનું મારું જે સ્વપ્ન ચિરદષ્ટ છે, એની સફળતા કાજે આપ અને વડીલ બંધુ મંત્રીનેઢ જરૂર આશીર્વાદ-અનુજ્ઞા પાઠવીને મને ઉપકૃત કરશો, એવો વિશ્વાસ છે. પાટણમાં હાલ નહિ આવવાનું આ એક જ મુખ્ય કારણ છે. આને આપ ગુના સાથે નહિ જ જોડો, એવો વિશ્વાસ છે, કારણ કે
૨૩૦ ૨૫ આબુ તીર્થોદ્ધારક
Page #243
--------------------------------------------------------------------------
________________
આપ જેને ગુનો ગણો છો, એને તો હું ‘તીર્થ-સર્જન' કાજેની અનુકૂળ તક સમજુ છું. એથી માફી બક્ષવાના સવાલને તો કોઈ અવકાશ જ રહેતો નથી !
આ સંદેશાએ પાટણના પ્રધાનોની આંખે આંસુનાં તોરણો બાંધ્યાં. થોડા દિવસ રોકાઈને એ પ્રધાનોએ ચંદ્રાવતીનું નિરીક્ષણ કર્યું. ત્યાં વિકાસ પામી ચૂકેલી સંસ્કાર અને સંપત્તિની સમૃદ્ધિનાં દર્શને એમની આંખ ધન્ય બની ગઈ. ચંદ્રાવતીના ચમકારને હૈયામાં સંગૃહીત કરીને એઓ પાટણ પહોંચ્યા. થોડા જ વખત પછી દંડનાયકના ચિરદષ્ટ સ્વપ્નની સાકારતા અંગે આશીર્વાદ અને અનુજ્ઞા દર્શાવતો રાજવી ભીમદેવ અને મંત્રીનેઢનો સંદેશ ચંદ્રાવતીમાં દંડનાયક વિમલને મળ્યો ને યોગાનુયોગ એવો તો અદ્ભુત સરજાયો કે, વર્ષો પૂર્વે આબુના તીર્થોદ્ધારનું ઉપદેશામૃત પાનારા શ્રી ધર્મઘોષસૂરિજીના આગમનની વધામણી પણ દંડનાયકને આ જ સમયે સાંભળવા મળી !
દંડનાયક શ્રી વિમલ આ બન્ને સમાચારોની હૈયાના લાખ લાખ દીવડાઓથી આરતી ઉતારી રહ્યા, એમને અત્યારે તો હવે પૂરેપૂરી ખાતરી થઈ રહી હતી કે, ભાગ્ય ભાગ્યું એથી પાટણનો પરિત્યાગ નહોતો કરવો પડ્યો, આ તો જાગેલા સૌભાગ્યની શુભ સૂચના હતી.
મંત્રીશ્વર વિમલ
29 ૨૩૧
Page #244
--------------------------------------------------------------------------
________________
વારસની વેદી પર આરસની આરાધના
જી
I000
I
કોઈ નિર્માણ જ્યારે અવશ્યભાવિ હોય છે, ત્યારે કાર્ય-કારણનાં જોડાણ એવાં એકાએક થઈ જતાં હોય છે કે, પૂર્વ-પશ્ચિમ જેવી વિરુદ્ધ દિશામાં રહેલા એ કાર્ય-કારણનાં જોડાણ જોઈને એક વાર તો આંખમાં આશ્ચર્ય સાથે આનંદના ભાવ ઊભરાઈ આવે !
દંડનાયક વિમલના ભાગ્યલેખમાં આબુના તીર્થોદ્ધારનું નિર્માણ અવશ્યભાવિ હતું. એથી જેની કોઈને કલ્પના પણ ન થઈ શકે, એવા સુખદ અને શુભ-સંયોગો એકાએક રચાઈ ગયા ! ચન્દ્રાવતી પર ચડાઈ કર્યા વિના જ ત્યાં ગુર્જર રાષ્ટ્રનો ધ્વજ ફરકી
Page #245
--------------------------------------------------------------------------
________________
ઊઠ્યો. કેટલાય પ્લેચ્છ રાજાઓ જિતાઈ ગયા. એથી ચંદ્રાવતી નગરી વધુ સમૃદ્ધ અને વધુ સુરક્ષિત બની. અધૂરામાં પૂરું પ્રસન્ન થયેલા ભીમદેવે વિમલ પર પહેરામણી પાઠવવા સાથે પાટણના પુનરાગમન કાજે આમંત્રણ પાઠવ્યું તેમજ આ આમંત્રણના અપાયેલા જવાબના પ્રતિ-જવાબ રૂપે આબુના તીર્થોદ્ધાર કાજે ભીમદેવ તેમજ મંત્રી નેઢ તરફથી ય અનુજ્ઞા-આશીર્વાદ પ્રાપ્ત થયા અને એટલામાં વળી ભરતામાં ભરતીની જેમ તીર્થોદ્ધારના સ્વપ્નદર્શક પૂ. આચાર્યદેવશ્રી ધર્મઘોષસૂરિજી મહારાજના ચંદ્રાવતીમાં થયેલા શુભાગમનની ખુશાલી મળી. આમ, દંડનાયક વિમલનું ભાગ્ય ભાગ્યું નહોતું, પણ સૌભાગ્ય જાગ્યું હતું. આ વાતની પ્રતીતિ કરાવતું વાતાવરણ વધુ ને વધુ જમાવટ સાધવા માંડ્યું.
દંડનાયક વિમલ વર્ષોથી તીર્થોદ્ધારનું પુણ્ય ઉપાર્જવા આતુર તો હતા જ. પણ ચંદ્રાવતીમાં આવ્યા બાદ પણ જરૂરી વ્યવસ્થા અને સુરક્ષાની દૃષ્ટિએ કેટલીક વિજયયાત્રાઓ કર્યા વિના છૂટકો જ નહોતો. એથી આમાં ઠીક ઠીક કાળ પસાર થઈ ગયો, છતાં એ આતુરતા અદશ્ય નહોતી બની ગઈ, એમાં વળી શ્રી ધર્મઘોષસૂરિજીનું આગમન થયું, એથી દંડનાયકે મનોમન એવો હર્ષ અનુભવ્યો કે, ચિરદષ્ટ સ્વપ્નને આબુનાં શિખરો પર અવતરણ કરાવવા માટે અગત્યનું એક ઉપદેશબળ પ્રાપ્ત થતા હવે કોઈ અવરોધ કે અંતરાય મારી આ આતુરતાના વેગને ખાળી નહિ શકે !
દંડનાયક વિમલે પોતાની જીવન-કહાણીનાં પાનાં ખુલ્લાં કરી દઈને શ્રી ધર્મઘોષસૂરિજીને એક દિ' વિનંતી કરી કે, ભગવન ! આ ચાતુર્માસનો લાભ તો ચંદ્રાવતીને જ આપો ! બંને દૃષ્ટિએ આ વિનંતીનો સ્વીકાર લાભનું કારણ છે, એક તો, ચંદ્રાવતીની પ્રજાને ધર્મનો મર્મ સમજવા મળશે, બીજું રાજકાજમાં અટકાયેલા મારા જેવા પ્રમાદીની ઊંઘ ઊડશે અને એથી તીર્થોદ્ધારનું જે સ્વપ્ન સેવી રહ્યો છું, એ જલદી સાકાર થશે ! મંત્રીશ્વર વિમલ ૦ ૨૩૩
Page #246
--------------------------------------------------------------------------
________________
શ્રી ધર્મઘોષસૂરિજીએ ચંદ્રાવતમાં વર્ષાવાસ રોકાવાની વિનંતી સ્વીકારી અને સૌનાં ધર્મ-દિલ આનંદી ઊઠ્યાં. દિવસો વીતવા માંડ્યા, એમ ચંદ્રાવતીમાં ધર્મની મોસમ જામવા માંડી. એ જમાવટની આગળ વર્ષાઋતુની જમાવટ સાવ ફિક્કી જણાવા માંડી. દંડનાયકને માટે પણ આ ચાતુર્માસ ખરેખર જીવનનું એક સંભારણું બની રહે, એ રીતે આગળ વધી રહ્યું. ધર્મદેશનાના શ્રવણે એમનો માંહ્યલો જાગી ઊઠ્યો અને આંસુભીની આંખે તેમજ સંતાપભર્યા અંતરે તેઓ વિચારી રહ્યા :
“એક માત્ર મોક્ષની જ સાધના માટે મળેલા આ માનવ-જન્મની મહામૂલી કેટલી બધી પળો મેં સંસાર ખાતે વેડફી નાખી ! અને એમાંય રાજકાજના રસિયા બનેલા મેં ખાધા-પીધા વિનાના કેટલાય અનર્થદંડનાં પાપોનો પહાડ ખડક્યો ! ધર્મના પ્રભાવે જ મને આ જન્મમાં કીર્તિ-કંચન, સત્તા-સાહ્યબી ઇત્યાદિ મળ્યું, પણ આ જન્મમાં ધર્મની સેવાને ગૌણ બનાવીને રાજસેવા પાછળ મેં વર્ષો વિતાવ્યાં, મારા જેવો ધર્મદ્રોહી બીજો કોણ હશે? માનવભવનો મુદ્રાલેખ તો આંતર-શત્રુઓ સામેનો સંગ્રામ જ હોવો જોઈએ, એના બદલે બાહ્ય શત્રુઓ સામે સંગ્રામો ખેલીને ગુર્જરરાષ્ટ્રને સમૃદ્ધ બનાવતાં બનાવતાં હું વૃદ્ધ થવા આવ્યો ! આ સાચા મુદ્રાલેખ પર મેખ મારનારા મારે હવે તો ભગવાનના શાસન કાજે એક યુવાનની અદાથી ભેખ ધરવો જ પડશે. તો જ આ બધાં પાપોનું કંઈક પણ પ્રક્ષાલન થઈ શકશે. ભાવના અને પ્રભાવના : આ બે એવા ધર્મો છે, જે સ્વ-પર ઉપકારની ગંગોત્રી બની જાય ! એથી મારે ભાવના તરીકે મારા જીવનના આ ખંડેરના ઉદ્ધારકાર્યને મહત્ત્વ આપવા સાથે તીર્થોદ્ધારના કાર્યને પ્રભાવના તરીકે અગ્રિમતા આપવામાં હવે મોડું ન જ કરવું જોઈએ.”
દંડનાયક વિમલ શ્રી ધર્મઘોષસૂરિજીના સમાગમથી જેમ આબુ ઉપર અવતરણ પામતી કોઈ ધર્મસૃષ્ટિને આંતર-ચક્ષુથી અવારનવાર જોયા કરતા હતા, એમ પોતાના જીવનમાં અવતરતી ઉદ્ધારની
૨૩૪ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #247
--------------------------------------------------------------------------
________________
સૃષ્ટિને પણ નિહાળ્યા કરતા હતા, એથી એમનું અંતર આનંદથી ઊભરાઈ ઊઠતું હતું, આ ચાતુર્માસમાં દંડનાયકે એવું પ્રેરણા-પાન કર્યું કે, જેની અસર આજીવન ટકી રહે. અને આ અસરની જ ફળશ્રુતિ રૂપે એક શુભ ઘડી-પળે દંડનાયકે તીર્થોદ્વાર કાજેની પ્રવૃત્તિનો મંગલારંભ કર્યો.
પગલે પગલે વિકટ ચઢાણ ચઢ્યા વિના તીર્થોદ્ધારની પ્રવૃત્તિમાં આગળ વધી શકાય એમ નહોતું, સૌ પ્રથમ તો આબુ ઉપર જગ્યા પ્રાપ્ત કરવાનો પ્રશ્ન ઉકેલવો જરૂરી હતો. એક હિન્દુ તીર્થ તરીકે અત્યંત પ્રખ્યાત આબુ ઉપર ત્યારે બ્રાહ્મણોનું જોર હતું. એથી એમને પ્રસન્ન બનાવીને જગા મેળવવા દંડનાયકે પ્રયાસ આરંભ્યો. મોં માંગ્યાં મૂલ્ય ચૂકવીને એઓ આબુ પર જગા મેળવવા કૃતનિશ્ચયી હતા. એમણે બ્રાહ્મણ પૂજારીઓ સમક્ષ વાત મૂકી : મારે અહીં જૈનમંદિરોનું નિર્માણ કરવું છે અને એ માટે યોગ્ય જગા જોઈએ છે. આમેય આબુ તીર્થ તરીકે પ્રસિદ્ધ જ છે, આ પ્રસિદ્ધિને વધુ વ્યાપક બનાવવાના મારા મનોરથ છે, એટલે તમારા સાથ-સહકાર માટે હું પૂરેપૂરો આશાન્વિત છું.
બ્રાહ્મણોનું એ જૂથ અંદરખાને તો એમ જ ઇચ્છતું હતું કે, અહીં જૈનમંદિરો ન જ ઊભાં થવાં જોઈએ ! કારણ કે એમને એવો ભય હતો કે, આબુ પર જૈન-મંદિરો ઊભાં થાય, તો હિન્દુ તીર્થ તરીકેની આબુની અદ્વૈત આબરૂમાં ઓટ આવ્યા વિના ન રહે. આમ, બ્રાહ્મણો જૈન મંદિરોના સર્જનથી નારાજ હતા. છતાં દંડનાયક વિમલના અને એમની સત્તાના પ્રભાવ-સ્વભાવથી એઓ પ્રભાવિત હતા, એથી સીધેસીધી ના તો કહી જ શકાય એમ નહોતું. એથી નવી જ વાતને આગળ કરતાં એમણે કહ્યું :
‘દંડનાયક વિમલ ! આબુની તીર્થ તરીકેની પ્રસિદ્ધિમાં વધારો થાય, એમાં તો કોણ નારાજ હોય ! પરંતુ અહીં પૂર્વકાળમાં પણ કોઈ
મંત્રીશ્વર વિમલ
૨૩૫
Page #248
--------------------------------------------------------------------------
________________
જૈનમંદિર હોય, એવો પુરાવો જો મળતો હોય અને એની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવવા તમે સમર્થ હો, તો તમે માંગો એ જગા આપવા અમે તૈયાર છીએ. આવો પુરાવો જો મળી જાય, તો પછી અથડામણનો કે સંઘર્ષનો કોઈ સવાલ જ ઉપસ્થિત ન થાય ! આ જાતના કોઈ પુરાવા વિના અમે તમને જગા આપીએ અને કાલ ઊઠીને કોઈ તકરાર ઊભી થાય, તો લોકો અમને સંભળાવે કે, તમે નાહકનો આ ડખો કર્યો, સનાતન કાળથી આ આપણું તીર્થ હતું, પછી તમારે બીજાનો પગપેસારો થવા દેવાની જરૂર જ શી હતી ! લોકોને આવું બોલવાની તક ન મળે, એ માટે અમે કોઈ પુરાવાની જે અપેક્ષા રાખીએ છીએ, એ આપને પણ વાજબી જ લાગશે, એવો વિશ્વાસ છે !
બ્રાહ્મણોના આ હકારમાં નકારનો જે સ્પષ્ટ રણકાર નીકળતો હતો, એ દંડનાયક વિમલ બરાબર સમજી તો ગયા, પણ જ્યાં સુધી સમજાવટથી કામ પતતું હોય, ત્યાં સુધી ઉગ્ર ન બનવાનો એમનો નિર્ણય હતો. એથી એમણે જવાબમાં જણાવ્યું કે, તમારી વાત જેમ સાવ નકારી કઢાય એવી નથી, એમ સંપૂર્ણ રીતે સ્વીકારી લેવાય એવી પણ નથી. આમાં સંઘર્ષનો સવાલ જ ક્યાં છે ! પૈસા ચૂકવીને હું જગા ખરીદવા માંગું છું, તેમજ તમારા મંદિરોથી દૂર દૂર જૈનમંદિરનું નિર્માણ કરવાનો મારો નિરધાર છે. એથી સંઘર્ષ કે અથડામણનો તમે જે ભય જણાવો છો, એ એટલો વજૂદવાળો જણાતો નથી. બાકી આબુ જૈન તીર્થ તરીકે પણ જુગ જુગ જૂના કાળથી પ્રસિદ્ધ રહ્યાના ઉલ્લેખ અમારાં શાસ્ત્રોમાં જોઈએ એટલા મળી શકે છે. હજી આઠ-નવ દશકાઓ પૂર્વે જ અહીં જિનમંદિર હોવાની વાત અમારાં શાસ્ત્રોમાંથી કાઢી આપવાની મારી તૈયારી છે. તમે એને માન્ય રાખશો ખરા?
બ્રાહ્મણો તો પોતાની વાતમાં મક્કમ હતા. એમણે કહ્યું : તમારાં શાસ્ત્રોના એ ઉલ્લેખો માન્ય રાખવામાં વળી શો વાંધો હોઈ શકે? પણ એક શરત છે. એ ઉલ્લેખોની સચ્ચાઈ સ્વીકારી શકાય, એવી કોઈ પ્રત્યક્ષ પ્રતીતિ પણ અમને મળવી જોઈએ.
૨૩૬ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #249
--------------------------------------------------------------------------
________________
શ્રેયાંસિ બહુવિઘ્નાનિ ! કલ્યાણકારી કાર્યોની કેડી કંટકોથી ભરપૂર હોઈ શકે છે, આ વાત પર દંડનાયકને જેમ શ્રદ્ધા હતી, એમ એ વિઘ્નોનાં વાદળો વિખેરી શકે, એવી દૈવી શક્તિ પર પણ એમને એટલો જ વિશ્વાસ હતો. એથી પ્રત્યક્ષ પુરાવાની એ વાતને સ્વીકારી લેતાં એમણે કહ્યું : અમારાં શાસ્ત્રોમાં જૈન તીર્થો તરીકે આબુના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે, એથી પ્રત્યક્ષ પુરાવો મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ અંગે હું તમને આજથી ચોથે દિવસે મળીશ. તમારા આટલા સહકારથી મને સંતોષ છે. અને મારો વિશ્વાસ વધ્યો છે !
દંડનાયક વિમલ હવે તો તીર્થોદ્વાર માટે કૃતનિશ્ચયી હતા. એથી આ કાર્ય અંગે જે કંઈ ભોગ આપવો જરૂરી હોય, એ ભોગ આપીનેય કાર્યસિદ્ધિ કરવા માટે કટિબદ્ધ બનેલા એઓ આરાસણા-કુંભારિયા જઈને શ્રી અંબિકાદેવીની સાધનામાં બેસી ગયા. પહાડ જેવા અણનમ સંકલ્પ સાથે એમણે પલાંઠી લગાવી. ત્રણ ઉપવાસ પૂરા થયા. દંડનાયકના અંતરમાં આરસ પર એટલે કે જિનમંદિર પર અવિહડ શ્રદ્ધા હતી, સાથે સાથે એ અંતરના એક ખૂણે વારસ અંગે એટલે પુત્રપ્રાપ્તિના ભાવિ અંગેય થોડીક જિજ્ઞાસા હતી. એથી આરસ-વારસના આ બંને પ્રશ્નો અંગે માર્ગદર્શન કરાવવા કાજે શ્રી અંબિકાદેવી ત્રીજા ઉપવાસની રાતે હાજરાહજૂર થયાં. એમણે કહ્યું :
‘વત્સ ! વિમલ ! જે કાર્યસિદ્ધિ અંગે તેં આ આરાધના આરંભી છે, એ કાર્યમાં તો તને યશસ્વી ફતેહ મળવાની જ છે. પણ મારા એક પ્રશ્નનો જવાબ તારે પ્રથમ આપવો પડશે ! વારસ કે આરસ : આ બેમાંથી તારે એકની પસંદગી કરવાની છે કારણ કે તારા ભાગ્યમાં આ બંનેનું પુણ્ય નથી. માટે તારે વારસનું ભાગ્ય ફલિત બનાવવું છે કે આરસનું સૌભાગ્ય !’
દંડનાયક વિમલના અંતરમાં ‘આરસ આરસ' નો પડઘો ઘૂમી રહ્યો. પોતાની ધર્મપત્ની શ્રીદેવીને પૂછવાજોગ આ પ્રશ્ન હોયા છતાં એમને શ્રદ્ધા હતી કે, ત્યાંથી પણ આવો જ પડઘો પડશે ! કારણ કે મંત્રીશ્વર વિમલ
૨૩૭
Page #250
--------------------------------------------------------------------------
________________
વારસ પોતાના કુટુંબની કીર્તિ બે-ચાર પેઢી સુધી ગુંજતી રાખે કે નહિ એય શંકિત હતું ! જ્યારે આ “આરસ' તો વર્ષોનાં વર્ષો સુધી જૈનશાસનનો જયજયકાર જગવતા રહેવાની પ્રચંડ શક્તિના સ્રોત સમા હતા, આમાં જરાય શંકા રાખવા જેવું નહોતું ! એથી જરાય મૂંઝાયા વિના પ્રસન્ન વદને દંડનાયકે સવિનય જણાવ્યું કે,
માતાજી ! ધ્રુવને ધક્કો મારીને, અધુવને તો કોણ આવકારે ? વારસનું ભવિષ્ય અધુવ છે. પુત્ર મારું નામ રાખેય ખરો, ન પણ રાખે ! જ્યારે પ્રાસાદો તો મારા જિનશાસનનું નામ રાખવાનું કાર્ય વર્ષો સુધી કર્યા જ કરવાના છે. માટે વારસની વેદી પર હું આરસની આરાધના ઇચ્છું છું. આરસની આહુતિ આપીને વારસ મેળવાતો હોય, તો મારે એવા વારસની જરાય વાંચ્છા નથી !
દંડનાયક વિમલની આ પ્રભુભક્તિ પર પ્રસન્નતા વેરતાં શ્રી અંબિકાદેવીએ જણાવ્યું : વત્સ વિમલ ! તેં આરસને આરાધવાની પ્રભુભક્તિ વ્યક્ત કરીને એવો તો વારસ પસંદ કર્યો છે કે ન પૂછો વાત ! આરસનો આ સદ્ધર વારસ વર્ષોનાં વર્ષો સુધી તારાં પણ કીર્તિગાન ગાયા જ કરશે ! ગાનના એ ધ્વનિને વરેલી ગંજારવ ગુંજને સમય કે સ્થળની વિરાટતા પણ મંદ નહિ પડવા દે. ઉપરથી આ વિરાટતા એ ધ્વનિની દિગદિગંતમાં ફેલાવવાની શક્તિમાં વધારો કરવામાં કારણ બની જશે.
વિમલના મુખ પર નિર્મળતા નૃત્ય કરી રહી હતી. વારસના ભાગ્યને જાકારો દઈ દીધાનું કોઈ દુઃખ ત્યાં નહોતું, આરસના સૌભાગ્યને આવકારતો અનહદ આનંદ વિમલને નખ-શિખ ઘેરી વળ્યો હતો. અંબિકાદેવીએ મહત્ત્વના મુદ્દા અંગે માર્ગદર્શન કરાવતાં કહ્યું :
વત્સ ! ચોમેર વેરાયેલી-ઊભેલી ટેકરીઓ આબુના જે પ્રદેશનું કિલ્લો બનીને રક્ષણ કરી રહી છે, તે પ્રદેશમાં ચંપાનું ઝાડ હોય, એવી જગા શોધી કાઢજે. એમાં પણ જે ચંપાના ઝાડ નીચે કંકુનો સાથિયો
૨૩૮ આબુ તીર્થોદ્ધારક
Page #251
--------------------------------------------------------------------------
________________
દેખાય, ત્યાં ખોદાવજે, એથી જે પ્રત્યક્ષ પુરાવાઓ તને અપેક્ષિત છે, એ પ્રાપ્ત થઈ જશે. વત્સ ! તીર્થોદ્ધારના આ એક મહાન કાર્યનું નિર્માણ તારા લલાટે લખાયેલું છે. માટે જ્યારે પણ જરૂર પડે, ત્યારે મને અવશ્ય યાદ કરજે.'
વિમલે ઊભા થઈને અંબિકાદેવીના ચરણમાં મસ્તક નમાવ્યું, એના અંતરનો એકતારો જાણે ગાજી રહ્યો હતો : મા ! તારા જેવી સમર્થ શક્તિની છાયામાં કિલ્લોલવાનું ભાગ્ય જે પુત્રને મળ્યું હોય, એના મનોરથો, ગમે તેવા મોટા હોય, તોય એને સફળતા મળ્યા વિના રહે ખરી ?
દંડનાયક વિમલના આનંદનો પાર ન રહ્યો. તીર્ણોદ્ધારના પહેલા જ પગલે ઊભી થયેલી અઘરી અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થયાનો સંતોષ અનુભવતા એઓ મુદત મુજબ બરાબર ચોથે દિવસે આબુની એ ગિરિટોચ પર પહોંચ્યા, જ્યાં બ્રાહ્મણ પૂજારીઓ વિમલની રાહ જોઈ રહ્યા હતા. આ વચગાળામાં બ્રાહ્મણ પૂજારીઓએ સમય આવે તો પોતાનું સંખ્યા-બળ બતાવીને પણ વિમલને ડારી શકાય, એ માટે આસપાસના બ્રાહ્મણો-હિન્દુઓને હાજર રહેવા કહેણ મોકલ્યાં હતાં અને એને માન આપીને લગભગ ૧૧ હજાર જેટલા બ્રાહ્મણો એકઠા થયા હતા.
દંડનાયક વિમલ તો સાહસની મૂર્તિ હતા. જેઓ હજારો લડવૈયાઓની સામે ઊભા રહેવામાં થડકારો પણ નહોતા અનુભવતા, હજારો બ્રાહ્મણોનું ટોળું એમને શી રીતે સ્તબ્ધ કરી શકે ? સૌ મંત્રણા કરવા બેઠા. બ્રાહ્મણોની પાસે તો પેલો એક જ પ્રબળ મુદ્દો હતો. એ એમણે જો૨શોર સાથે રજૂ કર્યો. જવાબમાં દંડનાયક વિમલે કહ્યું : મેં જણાવ્યું હતું કે, આબુનો અમારાં શાસ્ત્રોમાં જૈન તીર્થ તરીકે ઉલ્લેખ મળી જ આવે છે, એથી પ્રત્યક્ષ પ્રતીતિ મળવી અશક્ય ન ગણાય. ચાલો, આ આબુના જૈન તીર્થ તરીકેના યશસ્વી ઇતિહાસની પ્રતીતિ કરાવી જતા પુરાવાઓનું પ્રત્યક્ષ દર્શન કરાવું !
મંત્રીશ્વર વિમલ
૨૩૯
Page #252
--------------------------------------------------------------------------
________________
શંકા-આશંકાથી ઘેરાયેલા એ બ્રાહ્મણોને સાથે લઈને દંડનાયક વિમલ ચંપાના ઝાડ ધરાવતા એ ગિરિપ્રદેશ પાસે પહોંચી ગયા, જ્યાં કંકુનો સ્વસ્તિક અંકિત હોય, એ વૃક્ષ-પ્રદેશ ખોળી કાઢતાં વિમલને વાર ન લાગી. વિમલે સૌને નીચે બેસવાનો ઇશારો કરીને પોતાની વિધિ શરૂ કરી. વિધિના પ્રારંભે ક્ષેત્રદેવતાને બલિ-બાકળા આપીને ખુશ કર્યા બાદ દંડનાયક વિમલે કહ્યું કે, ક્ષેત્રદેવતા ! અમારી પર પ્રસન્ન બનીને આ પૂજા સ્વીકારો, ગઈ કાલે રાતે આપે આપેલા સ્વપ્ન-સંકેત મુજબ અમે અહીં આવ્યા છીએ. અહીં જ, કંકુના સ્વસ્તિકથી અંક્તિ આ વૃક્ષ નીચે આ આબુને જૈન તીર્થ તરીકે પુરવાર કરતા કોઈ પ્રતીકનું જે અસ્તિત્વ સ્વપ્નમાં સૂચિત થયું છે, એ પ્રતીકનાં પુણ્યદર્શન માટે અમે સૌ આતુર છીએ ! ઓ ક્ષેત્રદેવતા અમારી આ મનોકામના પૂર્ણ કરવા વિનંતી !
ચારે તરફ આતુરતાનું મોજું ફરી વળ્યું. બ્રાહ્મણ પૂજારીઓ મનમાં ને મનમાં હસી રહ્યા છે, આ રીતે સ્વપ્નના સંકેતાનુસાર મોટા ઉપાડે આવનારને નિષ્ફળતા મળવામાં કોઈ શંકા રાખવાની હોય જ શાની ?
દંડનાયક વિમલે સ્વસ્તિકાંકિત એ ભૂમિને ખોદાવવા માંડી. થોડા હાથનું ખોદાણ થયું, ત્યાં તો ફૂલ અને ધૂપની અનુપમ સુવાસ અદશ્ય રીતે છૂટવા માંડી. સૌની નાસિકા એ તરફ ખેંચાતી ગઈ. બ્રાહ્મણ પૂજારીઓનાં મોં કાળાશ પકડવા માંડ્યાં. થોડુંક વધુ ખોદાણ થતાં જ પ્રતિમાજીનું અસ્તિત્વ જણાવા માંડ્યું, ચોમેર આતુરતાનું વાતાવરણ ઓર વધુ જામ્યું. ખૂબ જ સાવધાની સાથે થોડુંક વધુ ખોદાણ થતાં જ એક ભવ્ય જિનપ્રતિમાનાં દર્શન થયાં અને સિંહનાદનું સામર્થ્ય ધરાવતા દંડનાયક વિમલના મોંમાંથી “જૈન જયતિ શાસન' નો ધ્વનિ ગુંજી ઊઠ્યો, આસપાસનાં કોતરો અને શિખરોએ જયારે એનો પ્રતિધ્વનિ પાછો પાઠવ્યો, ત્યારે ત્યાં ઉપસ્થિત હજારો બ્રાહ્મણોના સૂર પણ એમની રજા લીધા વિના એ પ્રતિધ્વનિમાં ભળી જઈને એને વધુ પડછંદ બનાવી રહ્યા.
૨૪૦ આબુ તીર્થોદ્ધારક
Page #253
--------------------------------------------------------------------------
________________
ધરતીમાંથી સંકેતાનુસાર અવતરિત એ જિનપ્રતિમા ખરેખર સાક્ષાત્ દેવાધિદેવના રૂપ-સ્વરૂપની ઝાંખી કરાવી જાય, એવી ભવ્ય હતી. પલાંઠીમાં અંકિત વૃષભના લાંછનથી એ શ્રી યુગાદિપ્રભુની પ્રતિમા જણાતી હતી. તેમજ કોરણી-સ્થાપત્ય આદિથી ગણનાતીત કાળ પૂર્વેનું એનું નિર્માણ અનુમાનિત થતું હતું. ભૂમિમાંથી એ પ્રતિમા નીકળી હતી, છતાં જાણે હમણાં જ ઘડાઈને તૈયાર થયાની પ્રતીતિ એ કરાવતી હતી. એના અંગેઅંગમાંથી સૌન્દર્ય અને લાવણ્યની ધારા વહી રહી હતી. આવી અદ્ભુત આ જિનમૂર્તિ દેવાધિષ્ઠિત હોવાની પ્રતીતિ તો વાતાવરણમાં વ્યાપેલી સુગંધ ક્યારથી કરાવી જ રહી હતી. દંડનાયક વિમલ આ મૂર્તિના દર્શને ધન્ય ધન્ય બની ગયા.
બ્રાહ્મણો માટે હવે તો બોલવાનો કોઈ અવકાશ જ નહોતો. એથી એમણે વિચાર્યું કે, આ જમીનને સુવર્ણના સાટે વેચવાની વાત મૂકીશું, તો આ વિમલનું પાણી મપાઈ જશે. આપણી આ શરત એ માન્ય કરી શકશે નહિ અને આપણી ધારણા પાર પડશે ! બ્રાહ્મણો વિચારમગ્ન હતા, ત્યાં જ દંડનાયક વિમલે પ્રશ્ન કર્યો :
બોલો, ભૂદેવો ! હવે તમારે જૈન તીર્થ તરીકે આબુની ભૂતકાલીન પ્રસિદ્ધિની સચ્ચાઈ અંગે કંઈ કહેવું છે !'
બ્રાહ્મણો તરફથી જવાબમાં કહેવાયું કે, દંડનાયક ! આબુ કોઈ કાળે જૈન તીર્થ તરીકે પ્રસિદ્ધ હશે, એમ આ પુરાવો કહે છે, એનો અપલાપ કોણ કરે? એથી આ પ્રશ્ન હવે વિચારવાનો રહેતો નથી. આમ છતાં આ જમીનની કિંમતનો પ્રશ્ન પણ કંઈ નાનોસૂનો નથી !
દંડનાયકે કહ્યું : આ તો બહુ સામાન્ય પ્રશ્ન છે. અમારા શાસ્ત્રોમાં એવો સ્પષ્ટ નિર્દેશ છે કે, દેવમંદિર આદિ ધર્મધામોનું સર્જન જે ભૂમિ પર કરવું હોય, એના માલિકને પૂરેપૂરો સંતોષ આપવો જોઈએ. તો જ એ ધરતી પરનાં સર્જનો પોતાનો હેતુ સારી રીતે સિદ્ધ કરી શકે ! મંત્રીશ્વર વિમલ છ ૨૪૧
Page #254
--------------------------------------------------------------------------
________________
બ્રાહ્મણોએ કહ્યું ઃ દંડનાયક ! આપ એમ માનતા હશો કે, જેની આબાદી અત્યારે સર્વોચ્ચ કોટિ આંબી ગઈ છે, એ ચંદ્રાવતીમાંય જો ચાંદીની કિમતે જમીન વેચાય છે, તો અહીં આબુના જંગલની આ ભૂમિની કિંમત હોઈ હોઈને કેટલી હોઈ શકે? ચંદ્રાવતી કરતાં તો વધુ નહિ જ ને? જો આપની માન્યતા આવી હોય, તો અમને લાગે છે કે, આપ આ જમીન ખરીદવામાં સફળતા નહિ જ પામી શકો !
દંડનાયક વિમલ તો ગમે તે ભાવે ભૂમિ ખરીદવાનો દઢ સંકલ્પ કરીને જ આવ્યા હતા. એથી એમણે કહ્યું : ભૂદેવો ! હું આ ભૂમિના ભાવ-તાલ કરવા માંગતો નથી. તમે બોલો, એટલે હું નાણાંની કોથળી ખોલું
એક પૂજારીએ કહ્યું : દંડનાયક ! આ જમીન કંઈ એટલી સસ્તી નથી કે, નાણાંની કોથળીથી ખરીદી શકાય ? સોનાના સાટે સોદો કરવાનું સામર્થ્ય હોય, તો જ આગળ વાત કરીએ, નહિ તો આ વાત પર અહીંથી જ પડદો પાડી દઈએ !
દંડનાયક વિમલે વળતી જ પળે જવાબ વાળ્યો : આ રીતે પણ તમારું મન રાજીપો અનુભવતું હોય, તો આ શરત કબૂલ ! બોલો, હજી કોઈ વધારે માગણી છે ! તમે બધા રાજી થાવ, તો જ મારી બાજી અહીં બરાબર ગોઠવાય ! - સોનાનો એ સોદો ફોક થવાની હજીય એક પૂજારીને પૂરેપૂરી શ્રદ્ધા હતી. એણે રમતમાં કહ્યું : દંડનાયક ! આ ભૂમિ પર તમે જેટલા વિસ્તારમાં સોનામહોરો પાથરી શકો, એટલી ભૂમિની માલિકી તમારી
અને સોનામહોરો અમારી ! આ છેલ્લી શરત કબૂલ હોય, તો અમે રાજીથી આ સોદો કરવા તૈયાર છીએ !
દંડનાયક વિમલે પોતાની ઉદારતા અને નીતિમત્તાની જાણે છેલ્લી કક્ષા દર્શાવતાં કહ્યું : આ શરતમાં મારા તરફથી આટલો વધારો-સુધારો કરવા વિનંતી કે, ગોળ સોનામહોરો નહિ, પણ ચોરસ સોનામહોરો !
૨૪૨
આબુ તીર્થોદ્ધારક
Page #255
--------------------------------------------------------------------------
________________
ગોળ સોનામહોરો પાથરીને આ ભૂમિને ગ્રહણ કરું, તો વચ્ચે વચ્ચે સુવર્ણમુદ્રાથી ઢંકાયા વિનાની જે ભૂમિ મને મળે, એ અન્યાયોપાર્જિત ગણાય, કારણ કે તમારી શરત મુજબ જેટલો વિસ્તાર સોનામહોરોથી ઢાંકી શકું, એટલાનો જ કબજો લેવાનો હું હક્કદાર ગણાઉં ! માટે અહીં ભઠ્ઠી પેટાવીને હું નવી ચોરસ સોનામહોરો ગળાવીને આ ભૂમિ ખરીદીશ. આમ, કરતાં જરા વિલંબ થવાની શક્યતા છે. પણ એને આપ સૌ ભૂદેવો ! ક્ષમ્ય ગણશો. એવી મારી નમ્ર વિનંતી છે.
બ્રાહ્મણોના દિલમાં ધગમગતો દ્વેષનો દાનાવલ, આ શરત અને દંડનાયક વિમલનો નીતિમત્તાભર્યો આ પ્રસ્તાવ સાંભળીને પ્રેમના પાણીમાં પલટાઈ ગયો. સૌએ દંડનાયક વિમલનો જયજયકાર ગજવીને આ સોદા પર હૈયાનો હર્ષ વ્યક્ત કર્યો, દંડનાયક વિમલે સૌને કહ્યું : ભૂદેવો ! આ બધો પ્રભાવ તો જૈનશાસનનો જ છે, માટે તમારે જો સાચે જ જયજયકાર જગવવો હોય, તો તમે જૈનશાસનનો જયજયકાર જગવો, મારો નહિ.
એકઠા થયેલા એ બ્રાહ્મણોમાંથી ઘણાખરાની જિંદગી આ ભૂમિ પર જ વીતવા આવી હતી, પણ હજી સુધી એમણે આવો વીર, આવો ઉદાર, આવો નીતિનિષ્ઠ અને આવો ભગવદ્ભક્ત સ્વપ્નમાં પણ જોયો નહોતો. એથી એઓ વિચારી રહ્યા કે, ખરેખર હવે જ આબુનો ખરો ઉદયકાળ શરૂ થશે ! સૌ છૂટા પડ્યા, ત્યારે દરેકના મુખ પર એક અદ્ભુતતાના દર્શનનો આનંદ વરતાઈ રહ્યો હતો.
દંડનાયક વિમલના આનંદને આજે કોઈ અવિધ કે ઓવારો મર્યાદિત રાખવામાં સફળ થાય, એ શક્ય નહોતું. કેમ કે તીર્થોદ્વારની ભૂમિકાનું એક મોટું કાર્ય સફળતાથી પાર પડ્યું હતું અને આબુ ઉપરની ત્રણ-ચાર દિવસની સ્થિરતા ખૂબ જ સંગીન સફળતા આણવામાં નિમિત્ત બની ચૂકી હતી.
દંડનાયક વિમલને એ વાતનો પૂરેપૂરો આનંદ હતો કે, વારસની વેદી પર આરસની આરાધના કરવાની અગ્નિ પરીક્ષામાં પોતે હેમખેમ મંત્રીશ્વર વિમલ
૨૪૩
Page #256
--------------------------------------------------------------------------
________________
ઉત્તીર્ણ થઈ શક્યા હતા, ત્યાર પછી આબુની જૈન તીર્થ તરીકેની ભૂતકાલીન પ્રસિદ્ધિની સચ્ચાઈની પ્રતીતિનું પ્રત્યક્ષ દર્શન કરાવવા કાજે માતા અંબિકાદેવીનું કૃપાવતરણ કરાવવામાં પોતે સફળ થયા હતા, તેમજ ધૂળથી સભર ધરતીને સોનાથી સવાઈ માનીને એની ખરીદી ટાણે સોનાને ધૂળથી પણ તુચ્છ ગણવાની ઉદારતા દર્શાવવાના ખરા અવસરે પોતે થોભ વિનાના લોભ પર લગામ લગાવવામાં જરાય નિષ્ફળ નહોતા નીવડ્યા.
દંડનાયક વિમલે ચંદ્રાવતી તરફ પ્રયાણ કર્યું. એમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે, પોતે લીધેલા આ બધા નિર્ણયો પર પ્રશંસાનાં પુષ્પો વેરનારી વ્યક્તિઓમાં શ્રીદેવીનું સ્થાન તો પહેલું જ હશે !
૨૪૪
આબુ તીર્થોદ્ધારક
Page #257
--------------------------------------------------------------------------
________________
'C)
આરસની દેવનગરીના નિર્માણ કાજે
(२४)
વારસની વેદી પર આરસની આરાધના કરવાના દંડનાયક શ્રી વિમલે લીધેલા એ ભક્તોચિત ભીષ્મ નિર્ણયને, ચંદ્રાવતીની પ્રજામાં સૌથી વધુ ઉમળકાભેર હૈયે વધાવનારી વ્યક્તિ વિમલના અનુમાન મુજબ શ્રીદેવી જ હતી ! પતિની પ્રાપ્તિ થઈ ગયા પછી નારીના મનમાં જો કોઈ મહત્ત્વાંકાંક્ષા જોર કરતી હોય, તો તે ‘મા' બનવાની ! પતિ પછી પુત્રની પ્રાપ્તિ, નારીજીવનની એક અદમ્ય આકાંક્ષા ગણાય. આ દૃષ્ટિએ આબુ-તીર્થોદ્ધારના પાયામાં શ્રીદેવીએ પોતાની આકાંક્ષાની આહિત જે ભગવદ્-ભક્તિ વ્યક્ત કરી હતી, એની
Page #258
--------------------------------------------------------------------------
________________
જોડ જડવી મુશ્કેલ હતી. સંતતિ અને સુવર્ણનો લોભ જતો કરીને દંડનાયક વિમલે પોતાનું જે શ્રાવકત્વ શૃંગારિત કર્યું હતું, એને વખાણતાં શ્રીદેવીએ કહ્યું :
આર્યપુત્ર ! તીર્થોદ્ધાર આપણું ચિર-દષ્ટ એક મહાસ્વપ્ન છે. એથી આ સ્વપ્નની સિદ્ધિ કાજે આપે સંતતિ અને સુવર્ણનો સ્નેહ તો જતો કર્યો જ છે. પણ કાલ ઊઠીને કદાચ એવી કટોકટી પેદા થાય અને મારો પણ ભોગ આપવો જરૂરી જણાય, તો એ પળે આપ આવા બલિદાનને કબૂલીને પણ આ સ્વપ્નની સિદ્ધિને જ અગ્રિમતા આપજો, સંતતિ, સુવર્ણ અને સુંદરીનાં સગપણ તો ભવભવે મળતાં જ રહ્યાં છે, પણ આવા સગપણના સરવાળા રૂપે ભવ-ભ્રમણ સિવાય બીજું કશું જ આપણા હાથમાં આવ્યું નથી ! જ્યારે આવા સગપણના તાર જિનપ્રભુના મંદિર-મૂર્તિ-મંત્ર સાથે જોડાઈ જાય, તો આપણો બેડો પાર થઈ જાય. માટે આપે લીધેલા નિર્ણયને વધાવવા મારી પાસે શબ્દો નથી !
શ્રીદેવીના હૈયા સાથે હળીમળી ગયેલા આ ધર્મરંગનું સૌંદર્ય જોઈને દંડનાયક વિમલની આંખ આનંદ-નૃત્ય કરી રહી. એમણે કહ્યું : એક સુશ્રાવિકા તરીકે વ્યક્ત કરેલા આ વિચારોને વધાવવા શું બોલવું અને શું ન બોલવું? આ મારા માટે એક સમસ્યા છે. હવે આપણે આપણી સમગ્રતા આ તીર્થોદ્ધારના કાર્યમાં કેન્દ્રિત કરવાની છે. મારા મનોરથો તો એવા છે કે, આબુ ગિરિ પર એવા જિનમંદિરોનું સર્જન થવું જોઈએ કે જ્યાં આરસની સૃષ્ટિમાં વિના પાણીએ સરોવરો લહેરાતાં જણાય, વિના વનસ્પતિએ વનરાજીનો વૈભવ અનુભવાય, વિના કાગળ ઇતિહાસની ધર્મ-વિભૂતિઓનાં દર્શન મળે અને વિના શિલ્પશાસ્ત્રો જોયે સ્થાપત્ય-કલાનું નખશિખ કૌશલ્ય પ્રાપ્ત થાય !
શ્રીદેવીનો જવાબ હતો : આર્યપુત્ર ! એવા સ્થપતિઓને તેડાવો કે, જેઓ પાષાણમાં પ્રાણ પૂરી જાણતા હોય ! સંપત્તિની આપણે ત્યાં કમીના નથી, પછી આ નિર્માણમાં નૂતનતાને કંડારવામાં શા માટે કમીના રાખવી જોઈએ ? કારણ કે નાણું તો વારંવાર મળે છે. જ્યારે
૨૪૨ આબુ તીર્થોદ્ધારક
Page #259
--------------------------------------------------------------------------
________________
આવું ટાણું કોઈકવાર જ ઉપલબ્ધ થતું હોય છે, આપણા વડવાઓએ ગુર્જર રાષ્ટ્રમાં સંસ્કારનું ઘડતર કરવાનો ધર્મ અદા કર્યો. આપણી સમક્ષ આબુનાં આ શિખરો પર, આરસની નગરીનું નિર્માણ કરીને, એ નગરીને ધર્મકળા, ઇતિહાસ, શિલ્પકળા અને ભક્તિની ભાતીગળ ભરતીથી ભરચક, સમર્પણના સાગરથી સમૃદ્ધ અને પ્રસિદ્ધ બનાવવાનું સ્વપરને કલ્યાણકારી એક કર્તવ્ય બજાવવાની પુણ્ય-પળ ખડી થઈ છે, તો હવે આ પળને પૂરેપૂરી વધાવી લેવામાં શા માટે ઓછાશ રાખવી જોઈએ !
દંડનાયક વિમલની ભાવનાનું જ આ એક આછું પ્રતિબિંબ હતું. એથી એમણે કહ્યું : આ નિર્માણમાં શિલ્પના શાસ્ત્રોને બોલતાં કરવાના મારા મનોરથ છે. કળા, કારીગરી અને કોતરણી તો ગૌણ ચીજ છે. આ નિર્માણમાં પ્રધાનતા તો પ્રભુ-પ્રતિમાજીઓની મુખમુદ્રા પર તરવરતી વિરાગ-કલાનું જ રહેશે. પણ કળા-કારીગરીના રસિયાજીવોનેય અહીંનું જ આકર્ષણ જાગે અને આ આકર્ષણથી ખેંચાઈને આવેલા કળાના એ રસિયા, જેના ચરણે આવી કળાસૃષ્ટિ સમર્પિત બનશે, એ પ્રભુજીનાં દર્શન પામીને રોમાંચ અનુભવે, એવા સર્જનનો મારો નિરાધાર છે, સુવર્ણ ભલે લોઢાના ભાવે તોલીને આપવું પડે, પણ આમ કરવાથી એ આરસ જો હીરાની મૂલ્યવત્તા પામતો હોય, તો આથી વધીને સુવર્ણનો સારામાં સારો સદુપયોગ બીજો વળી કયો હોઈ શકે ? સરાગીની | સંસારીની સંપત્તિ જમીનમાં દટાયા પછીય ભયમુક્ત નથી હોતી, જ્યારે વીતરાગના રાગીની સંપત્તિ પર્વતોના શિખરે ખુલ્લી વેરાયેલી હોવા છતાં દર્શકના દિલમાં દાનવતા નહિ, દાનની ભાવના જગવવામાં કારણ બની જતી હોય છે, આ વાતની આંશિક પ્રતીતિ પણ આપણું સર્જન કરાવી જશે; તો આપણે ધન્ય બની જઈશું.
શક્તિ અને ભક્તિના સ્વામી દંડનાયક શ્રી વિમલ અને શ્રીદેવી કલાકોના કલાકો સુધી, કો” નવજાત શિશુની અદાથી પોતાના એ ભાવિ સર્જનની આ વર્તમાન કલ્પનાને આ રીતે પ્રેમથી પંપાળી રહ્યાં, સ્નેહથી સિંચી રહ્યાં અને વાત્સલ્યથી વધાવી રહ્યાં ! ટૂંકા કાળમાં હવે મંત્રીશ્વર વિમલ ર૦ ૨૪૭
Page #260
--------------------------------------------------------------------------
________________
વિરાટ કાર્યો પૂર્ણ કરવાનાં હતાં, દંડનાયક વિમલની ઉંમર જોકે ઘણી મોટી નહોતી, પણ આબુનાં ગિરિશિખરો પર વિરાટ મંદિરોની સૃષ્ટિ ઊભી કરવી, એ નેવાનાં પાણી મોભે ચડાવવા કરતાંય વધુ કષ્ટસાધ્ય અને વધુ કાળ-સાધ્ય કાર્ય હતું. એથી આ નિર્માણકાર્યની ફલશ્રુતિ અત્યારથી ભાખવી અશક્ય હતી. એથી દંડનાયક વિમલે એકી સાથે અનેકવિધ કાર્યની ધુરા હાથમાં લઈને ચંદ્રાવતીને ધમધમતું કરી મૂક્યું : એક તરફ સુવર્ણથી ભરેલી પોઠોની પોઠો આબુ તરફ રવાના થવા માંડી, બીજી તરફ આબુના તીર્થોદ્ધારમાં જોડાઈને પોતપોતાની કલા-કારીગરીના કસબને મુક્ત હાથે વેરવા કાજેના મહામૂલા અવસરને વધાવી લેવાની વિનંતી વ્યક્ત કરતાં, દંડનાયક વિમલનાં આમંત્રણો ગામોગામના શિલ્પી-સ્થપતિઓના ઘરે પહોંચવા માંડ્યાં, અને થોડા વખતમાં તો આબુ ઉપર વસેલા દેલવાડા ગામની નજીકનો એ વિરાટ પર્વતીય પ્રદેશ પ્રવૃત્તિઓ અને પુરુષોથી ધમધમી ઊઠ્યો.
શિલ્પીઓના સંઘોને જેમ જેમ એ આમંત્રણ મળતું ગયું, એમ એમ એમનો અવિરત પ્રવાહ આબુ ભણી આવતો રહ્યો અને એથી ઠેર ઠેર આબુનો તીર્થોદ્ધાર વિના જાહેરાત પ્રસિદ્ધિ પામવા માંડ્યો.
આબુના એ ગિરિશિખર પર ચોરસ સોનામહોરો પાડવાનું પ્રારંભાયેલું ધમધોકાર કાર્ય પૂર્ણ થવા આવ્યું અને એક દિ' દંડનાયક વિમલે મંદિરો બાંધવા માટે જરૂરી ભૂમિ પર એ સોનામહોરો પાથરવાનું શરૂ કર્યું. એ સોનામહોરો તો પથરાતી જ ગઈ! બ્રાહ્મણોના આશ્ચર્યનો પાર નહોતો, એમને થતું હતું કે, દંડનાયક વિમલ એવું કેવું જિનાલય કરવા ધારે છે કે, આટલી જમીન એમને ઓછી જણાય છે અને હજી વધારે ને વધારે જમીન એઓ સુવર્ણથી આચ્છાદિત કરતા જ જાય છે ! શું આપણને જેમાં સુવર્ણનું દર્શન થાય છે, એમાં આ દંડનાયકને લોઢું જ દેખાતું હશે ? જેથી કાંકરાની જેમ એઓ સુવર્ણમુદ્રાઓને છૂટા હાથે ફેંકી રહ્યા છે.
૨૪૮ આબુ તીર્થોદ્ધારક
Page #261
--------------------------------------------------------------------------
________________
જોતજોતામાં તો ભૂમિનો એક ખાસ્સો મોટો વિસ્તાર સુવર્ણમહોરોથી આચ્છાદિત થઈ ગયો. જ્યાં મંદિરનાં સર્જન થવાનાં હતાં, એ ધરતીને જાણે સુવર્ણથી પૂજવામાં આવી હોય, એવો એ અદ્ભુત દેખાવ હતો ! વિશાળ ધરતી સુવર્ણ-મુદ્રાઓથી આચ્છાદિત થઈ ગઈ. દંડનાયક એને જોઈ જ રહ્યા. હજી તો સુવર્ણ મુદ્રાઓનો એક મોટો ઢગલો એમ ને એમ પડ્યો હતો. દંડનાયકે એ ભૂમિનું બરાબર નિરીક્ષણ કરી લીધું. અને પછી ભૂદેવો તરફ જોઈને એઓએ કહ્યું : મારે મન આ સુવર્ણ-મુદ્રાઓથીય જે વધુ કીમતી છે, એ ધરતીનું સ્વામીત્વ હું સ્વીકારી લઉં છું. ને સુવર્ણમુદ્રાઓનું સ્વામીત્વ તમને સુપરત કરું છું.
બ્રાહ્મણો માટે તો આજે જાણે સોનાનો મેઘ મન મૂકીને વરસ્યો હતો. એમણે સુવર્ણાચ્છાદિત એ ધરતીને માપી, દંડનાયકે ઘણી જ વિશાળ ધરતીને સોના સાટે ખરીદી હતી. બ્રાહ્મણો વિચારી રહ્યા કે, જે વિમલે માત્ર જમીનમાં જ આટલા કરોડ નાંખ્યા, એ મંદિરોમાં તો કેટલા બધા નાખશે ! આની કલ્પના કરતા જ એમની આંખે અંધારાં આવવા માંડ્યા અને આવા જિનભક્ત-દંડનાયકની કીર્તિગાથા ગાતા ગાતા સૌ વિખરાયા.
(દંડનાયક વિમલે ‘વિમલવસહી’ના નિર્માણમાં અઢાર કરોડ ત્રેપન લાખ રૂપિયાનો સદુપયોગ કર્યાની વિગત ઇતિહાસમાં મળે છે. એક સોનામહોરની કિંમત ૨૫ રૂપિયાની ગણીએ, તોય માત્ર ચાર કરોડ, ત્રેપન લાખ, સાઠ હજાર રૂપિયામાં તો માત્ર જમીનની ખરીદી જ થઈ ! એથી આબુનાં એ દુર્ગમ-શિખરો પર કલા-કારીગરીથી ભરપૂર ‘વિમલવસહી’ના નવનિર્માણ પાછળ કુલ ૧૮ કરોડ, ૫૩ લાખનો સદ્નય અસંભવિત ન ગણાય.)
દંડનાયક વિમલે મંદિરોના નિર્માણ કાજે જે ધરતી પસંદ કરી હતી, એની પાછળ એમણે ખૂબ જ દીર્ઘદૃષ્ટિ દોડાવી હતી. ચારેબાજુ નાનાં-મોટાં ગિરિશિખરો વચ્ચે સુરક્ષિત અને નજીક ગયા પછી જ જેની મંત્રીશ્વર વિમલ
૨૪૯
Page #262
--------------------------------------------------------------------------
________________
વિશાળતા નજરે ચડે, એવી ધરતી પસંદ કરવા પાછળ ઘણાં કારણો હતાં : પહાડોની ટોચ પર ફૂંકાતા રહેતા પવનના વિનાશક-વેગીલા વાવાઝોડાઓથી તેમજ અવારનવાર સાગરની ભરતીની જેમ ચડી આવીને હિન્દુ મંદિરોનો ખાત્મો બોલાવતાં અનાર્ય-આક્રમણોથી બચાવીને મંદિરોને સુરક્ષિત રાખવા, આવી ધરતી પર જ પસંદગીનો કળશ ઢોળવામાં ડહાપણ હતું.
ધરતીનો ટુકડો તો એવો મનગમતો મળ્યો હતો કે, એના મૂલ્ય રૂપે અપાયેલું ૪ કરોડ, પ૩ લાખ, ૬૦ હજાર રૂપિયાનું સોનું દંડનાયકને સાવ નગણ્ય જણાતું હતું. આમ પૃથ્વીની પસંદગી તો થઈ ગઈ ! હવે પ્રાસાદની પસંદગીનું કપરું કાર્ય આરંભવાનું હતું. એમના મનમાં તો એવું ભવ્ય નિર્માણ રમતું હતું કે, જેનાં દર્શને દિલ અને દિમાગ ભગવદ્ ભક્તિની ભરતીથી તરબતર બની ઊઠે ! આ માટે દંડનાયક વિમલે એક દહાડો શિલ્પ-સંઘને એકઠો કરીને કહ્યું :
શિલ્પશાસ્ત્રના આધારે વિશાળ અને શિલ્પના વૈભવથી સભર મંદિરોનાં ચિત્રો તમે બધા ભેગા મળીને દોરો અને પછી મારી સમક્ષ એ ચિત્રો રજૂ કરો. એમાંથી પછી હું એક કલ્પના ચિત્ર પસંદ કરીશ, જેના આધારે આધારે તમારે એ ચિત્રને હૂબહૂ અહીં આરસમાં કંડારવા કટિબદ્ધ બનવાનું રહેશે.”
૭૦૦ ઉપર સ્થપતિ-શિલ્પીઓનો સંઘ વિમલના આમંત્રણને માન આપીને એકઠો થયો હતો. થોડા જ દિવસોમાં ભવ્યાતિભવ્ય મંદિરોનાં કલ્પના ચિત્રો દોરીને સૌ દંડનાયક પાસે આવ્યા. સૌએ શિલ્પ-સંઘના નાયક તરીકે સુત્રધાર શિલ્પદેવને આગળ કરીને કહ્યું કે, દંડનાયક વિમલ ! આપની આજ્ઞા મુજબ અમે સૌએ કલ્પના ચિત્રો દોર્યા છે, જેની રજૂઆત અમારા અગ્રણી આ સૂત્રધાર શિલ્પદેવ કરશે.
બધા શિલ્પીઓ સ્વસ્થાને ગોઠવાઈ ગયા, અને સૂત્રધાર શિલ્પદેવ ઊભો થયો, ખરેખર એનામાં નામ પ્રમાણે ગુણ હતા. એ શિલ્પનો દેવ જ હતો. શિલ્પશાસ્ત્રના ગહન વિષયો પણ એના મોઢે પોતાના
૨૫૦ આબુ તીર્થોદ્ધારક
Page #263
--------------------------------------------------------------------------
________________
નામની જેમ રમતા હતા. એટલું જ નહિ, દેહના આકાર-પ્રકાર, રૂપ-સ્વરૂપ, લંબાઈ-પહોળાઈ આદિ અનેકવિધ વિશેષતાઓથી એ અગ્રણી સૂત્રધાર તરીકેના સ્થાનને દીપાવે એવો હતો, શિલ્પદેવ ઊભો થયો. એ બોલવા માંડ્યો ને જાણે શિલ્પશાસ્ત્રનાં પાનાંઓને વાચા ફૂટી, એણે કહ્યું :
‘દંડનાયક ! બીજા બધાની જેમ શિલ્પનું પણ એક શાસ્ત્ર છે, ખાલી ઈંટ-ચૂનો ભેગો કરી દેવો અને આરસ ચોડી દેવો, આટલી જ અપેક્ષા સ્થાપત્યો નથી રાખતા ! ઘણી ઘણી અપેક્ષાઓ, ચોકસાઈઓ અને ગણિતના સરવાળાઓ થયા પછી સ્થાપત્યની ભૂમિકા રચાય છે. એમાં ય વળી આ સ્થાપત્ય જ્યારે “જિનભગવાન’ને પ્રતિષ્ઠિત કરવા કાજે બનાવવાનું હોય છે, ત્યારે તો આ બધી બાબતોમાં ખૂબ ઊંડા ઊતરીને સૂક્ષ્મતાથી પર્યાવલોકન કરવું જરૂરી બની જાય છે. આમાં જો જરાક બેદરકાર રહી જવાય, તો એ બેદરકારી સ્થાપત્યના સર્જક માટે અશુભ નીવડે છે અને એ સર્જનની સમૃદ્ધિ શંકિત બની જાય છે. એથી જિનમંદિરોના સર્જનમાં તો શિલ્પશાસ્ત્રને નજર સામે રાખીને ઈંટેઈંટ મૂકવી જરૂરી બની જાય છે.’
દંડનાયક સહિત સૌ કોઈ એકાગ્રચિત્તે શિલ્પદેવને સાંભળી રહ્યા, વિમલને થયું કે અગ્રણીપદ શોભાવવા માટે જરૂરી તમામ ગુણોનો આનામાં સુભગ સંયોગ છે. શિલ્પદેવે આગળ ચલાવ્યું :
દંડનાયક ! મંદિરના પણ અનેકાનેક પ્રકારો છે, એમાં પણ દિશાની પસંદગીનું મહત્ત્વ ઘણું મોટું છે. જેમ ગોળ નાખીએ, એના પ્રમાણમાં દાળ ગળી થાય; એમ જિનમંદિર પણ સર્જકની શક્તિભક્તિ પ્રમાણે અનેક પ્રકારનાં બની શકે, દેવાલયો એકથી માંડીને ચાર દ્વાર સુધીના હોય છે. એના મંડપોની રચના પણ અનેક રીતે થઈ શકે છે. ચાર, આઠ, બાર, વીસ ઇત્યાદિ જગ્યાની વિશાળતા મુજબ મંડપો ઊભા કરી શકાય છે. મંડપે મંડપે ૧૬ સ્તંભ અને સ્તંભ સ્તંભે નૃત્યમુદ્રાવાળી રંભાની પાંચ પાંચ પૂતળીઓ કંડારાય, ચારે તરફ મંડપો
મંત્રીશ્વર વિમલ
૨૫૧
Page #264
--------------------------------------------------------------------------
________________
અને ત્રણ દિશા તરફ દ્વાર મુકાય, તો કુલ ૧૦૮ મંડપવાળું મંદિર બને !' - દંડનાયક વિમલના દિલમાં જ્યારથી તીર્થોદ્ધારનું સ્વપ્ન રમી રહ્યું હતું, ત્યારથી ઘણી વાર એઓ શિલ્પશાસ્ત્રોનું વાંચન કરતા હતા. એમણે પૂછ્યું : શિલ્પદેવ ! મંદિરમાં મંડપ એક મહત્ત્વનું અંગ ગણાય છે, અને ક્યારેક ક્યારેક મંડપનાં જુદાં જુદાં નામ પણ સાંભળવા મળે છે, તો તમે જે એકવીસ મંડપની વાત કહી, તે એકવીસ મંડપનાં નામ શું અલગ અલગ હોય છે?
દંડનાયક વિમલ ! એકવીસ મંડપોને યથાર્થ નામ અપાયેલાં છે. જે ક્રમશઃ આ મુજબ છે : શ્લાઘા, ગૂઢ, નૈવેદ્ય, તંદુલ, સ્નાત્ર, ચોકી, સમવસરણ, નાટક, ગીત, વાજિંત્ર, કૌતુક, ચંદુ, માળા, ઉત્સવ, જય, રંગ, નાળ, બલાણા, મેઘનાદ, માળી અને પોળી આ નામના ૨૧-૨૧ મંડપો, જો ચારે તરફ રચવામાં આવે, તો કુલ ચોરાસી મંડપવાળું ચોમુખ મંદિર બને છે. આમાં શિખરના એક મંડપનો સમાવેશ કરીએ, તો પંચ્યાશી મંડપવાળું વિશાળ મંદિર તૈયાર થાય, દિશાનું પણ ઘણું મહત્ત્વ છે, એથી પૂર્વાભિમુખ પ્રાસાદનો મહિમા ઘણો ઘણો ગાવામાં આવ્યો છે.
શિલ્પદેવની આ શિલ્પજ્ઞતા પર ખુશ થઈ ગયેલા દંડનાયકે પૂછ્યું : મંદિરની શોભા શિખર ગણાય છે, તો શું આ શિખર પણ અનેક પ્રકારનાં હોઈ શકે છે ?
શિલ્પદેવે જવાબમાં એક નવી જ હકીકત તરફ વિમલનું ધ્યાન દોરતાં કહ્યું : આ આબુનો પર્વતીય પ્રદેશ સાંભળવા મુજબ ઘણી વાર ધરતીકંપનો ભોગ બનતો રહે છે, એથી અહીં મંદિર પર મોટું શિખર રચવું હિતાવહ નથી.
આ વાત રજૂ કરીને શિલ્પદેવે શિખરોના આકાર-પ્રકાર અંગે અનેકવિધ માહિતીઓ જણાવીને, શિલ્પી-સંઘે દોરેલાં મંદિરોનાં કલ્પનાચિત્રોનું ક્રમશઃ દર્શન કરાવવા માંડ્યું. એમાંથી એક ચિત્ર પર
૨પર આબુ તીર્થોદ્ધારક
Page #265
--------------------------------------------------------------------------
________________
દંડનાયક વિમલે પસંદગીનો કળશ ઢોળ્યો. એ કલ્પના-ચિત્રને આરસ પર અવતરિત કરવામાં જોકે પાણીના મૂલે પૈસા વહાવવા પડે એમ હતા, પણ એની તો દંડનાયકને ફિકર જ ક્યાં હતી ? જેમણે પૃથ્વી મેળવવા કરોડો ખચ્ય હતા, એઓ પ્રાસાદના નિર્માણમાં ઉદારતા દાખવવામાં થોડી જ કમીના રાખવાના હતા?
પૃથ્વી ખરીદાઈ ગઈ હતી, પ્રાસાદનો પ્રકાર પસંદ થઈ ગયો હતો, આરસનો તો મોટો જથ્થો રોજેરોજ આવી જ રહ્યો હતો, જ્યાં સોનાની પોઠો ભરાઈને આવતી હોય, ત્યાં આ બધાની તો વાત જ શી થાય ! અને શિલ્પીઓની સંખ્યા તો ૮૦૦ ઉપર પહોંચવા આવી હતી. આમ બધી પૂર્વભૂમિકા તૈયાર થઈ ગઈ હતી. પ્રતીક્ષા હવે ફક્ત શુભ-પળની થઈ રહી હતી. એ ઘડી-પળ પણ આવી લાગ્યાં અને તીર્થોદ્ધારનો પાયો ખોદાયો. એક દહાડો શિલા સ્થાપન પણ થઈ ગયું. દંડનાયકે પોતાની ભાવના-સૃષ્ટિને વાચા આપતાં કહ્યું :
શિલ્પદેવ ! પાયા એવા પૂરજો કે, ગમે તેવા ઝંઝાવાત પણ આ પાયા પર ઊભા થનારા પ્રાસાદની એક કાંકરીય ખેરવી ન શકે ! જો તમે કહો તો સોનાની ઈટો પડાવું! પણ પાયા પાકા થવા જોઈએ.'
શિલ્યદેવે કહ્યું : દંડનાયક ! ઘણાં મંદિરો અમે બાંધ્યાં, પણ તમારી જેવી શક્તિ-ભક્તિ ધરાવતી કોઈ વ્યક્તિ હજી અમને મળી નથી ! અમે કહીએ, તો તો આપ વજની ઈટો પડાવવા સમર્થ છો. પણ આવી કોઈ જરૂર નથી. અમે બધાએ દિલ રેડીને કામ કરવાના શપથ લીધા છે. એથી સોનાની કે વજની ઈંટો વિના પણ આ પાયા એવા પાકા બનાવીશું કે, પ્રલયનો પવન પણ આને ડગમગાવી ન શકે !
શિલ્પદેવની નાભિમાંથી નીકળેલ આ નિષ્ઠા પર દંડનાયક વારી ગયા અને થોડા જ દિવસોમાં આબુનો એ ગિરિપ્રદેશ ટાંકણાઓના સંગીતથી ગુંજી ઊઠ્યો. પડઘાના પુનરાગમનથી એ સંગીતની માધુરી ઓર મસ્ત જણાતી હતી. પાયા પુરાવા માંડ્યા. થોડા દિવસ પછી પાયા પુરાઈ જતાં ચણતર ઉપર વધવા માંડ્યું. અને એક સવારે સૌની મંત્રીશ્વર વિમલ ર૦ ૨૫૩
Page #266
--------------------------------------------------------------------------
________________
આંખ આગળ આશ્ચર્ય અને આઘાતને પેદા કરતું એક દશ્ય દેખાયું : પાયાની ઉપરનું એ ચણતર ભાંગી પડ્યું હતું. શિલ્પદેવે અભ્યાસની આંખે એ ભંગાણનું નિરીક્ષણ કર્યું, પણ પડવાનું કોઈ કારણ એની નજરમાં નોંધાયું નહિ. એણે માન્યું કે, ચણતરમાં કોઈ કચાશ રહી જતા આવું બન્યું હશે ! પરંતુ આવું ઉપરાઉપરી ત્રણ-ચાર દિવસ સુધી બનવા પામ્યું, ત્યારે એણે દંડનાયકને બોલાવવા તાકીદનું તેડું પાઠવ્યું.
દંડનાયક તો તનથી જ ચંદ્રાવતીમાં હતા. મન તો એમનું આબુમાં જ હતું, એથી શિલ્પદેવનું તેડું મળતાં જ એઓ મારતે ઘોડે આબુ આવ્યા. શિલ્પદેવ દ્વારા બધી પરિસ્થિતિથી વાકેફ બન્યા બાદ દંડનાયકે કહ્યું : કદાચ ક્ષેત્રદેવતાનો આ ઉપદ્રવ હોય ! આજની રાતે હું જાગીશ અને ઉપદ્રવનું મૂળ શોધી કાઢીશ. માટે આજે તમે વધારે પાકું ચણતર કરાવજો !
સાંજ સુધીમાં થોડુંઘણું ચણતર એવું પાકું ચણવામાં આવ્યું કે, એની કાંકરી ખેરવતાં પણ ભલભલાના દાંત ખાટા થઈ જાય ! સાંજ થઈ, વિમલ સાવધ થઈ ગયા, અંધારાની ઓથે એઓ તલવાર સાથે છુપાઈ ગયા. મધરાત થઈન-થઈ, ત્યાં તો વાતાવરણમાં નીરવતાનો ભંગ થવાના ભણકારા સંભળાયા અને દંડનાયક વિમલ વધુ સાબદા થઈ ગયા. થોડી જ પળોમાં એમની નજર પાયા પરના ચણતર સાથે ચેડાં કરતી કોઈ શક્તિ પર કરડી બની, એમણે સિંહનાદ કરીને રાડ પાડી :
આ ચણતર સામે ચેડાં કરનાર છે કોણ? જે કોઈ હોય, એ મારી સામે હાજર થઈ જાય !”
વાતાવરણમાં અટ્ટહાસ્યના પડઘા ગુંજી રહ્યા. એમાંથી એક પડકાર નીકળ્યો કે, એક વાણિયા સામે જે દિ વેતાલ જેવી વીરતાને ઝૂકવું પડશે, એ દિ વિરતા કોનો આશરો લેશે? મને જવાબ આપ કે, આ મારી ભૂમિ સાથે ચેડાં કરવાની ચેષ્ટા કરનાર તું વળી કઈ વાડીનો મૂળો પાક્યો છે ?
૨૫૪ % આબુ તીર્થોદ્ધારક
Page #267
--------------------------------------------------------------------------
________________
વિમલને ખ્યાલ આવી ગયો કે, આ કોઈ ક્ષેત્રદેવતા જ હોવો જોઈએ ! છતાં આ દેવશક્તિને એક વાર ડારી દઈને, પછી એની આગળ નમ્ર બનવાનો બૃહ મનમાં ઘડી લઈને એમણે સામો પડકાર ફેંક્યો : આ કંઈ બોડી બામણીનું ખેતર નથી ! આ ભૂમિનો બેતાજી બાદશાહ હું છું. મેં સોનાના સાટે આનું સ્વામીત્વ મેળવ્યું છે. એથી ચોરી પર શિરજોરી કરીને, અંધારાની ઓથમાં, બીકણતાના બલૈયા અને ચલચિત્તતાના ચોળી ચણિયા પહેરનારો જે કોઈ બાયલો મારી સામે બાકરી બાંધવા માંગતો હોય, એ પળનોય વિલંબ કર્યા વિના મારા પગ પકડી લે, નહિ તો અંબિકા, પદ્માવતી અને ચક્રેશ્વરી : આ ત્રણ દૈવી શક્તિની આકૃપાની વીજળી એનો વિનાશ કર્યા વિના નહિ રહે !
દંડનાયકે આ પડકાર ફેંકીને એક એવો સિંહનાદ જગવ્યો કે, પેલી શક્તિ થરથર ધ્રૂજી ઊઠી, ત્રણ દેવીઓનું નામ સાંભળતાં એ શક્તિના પગ તો સાવ ઢીલા પડી જ ગયા હતા, એમાં વળી સિંહનાદ જગવતા વિમલની વીરતાનું દર્શન એ વેતાલને વધુ ધ્રુજાવી ગયું. પોતાની જાતને પ્રગટ કરતાં અને વિમલના પગ પકડતાં એણે કહ્યું :
“હું વાલીનાહ નામનો અહીંનો ક્ષેત્રદેવતા છું. મને પ્રસન્ન નહિ બનાવો, ત્યાં સુધી તમારા આ ચણતરને કોઈ પણ શક્તિ પડતરમાં પલટાતાં રોકી નહિ શકે.”
ચણતરમાં ભંગાણ પાડતા ભૂતની ચોટી હાથમાં આવી જતાં દંડનાયક વિમલે કહ્યું ક્ષેત્રદેવતા! પ્રસન્નતા મેળવવી હોય, તો કાલે આ જ સમયે હાજરાહજૂર થવા વિનંતી છે ! - તલવારને મ્યાનમાં મૂકીને દંડનાયક વિમલ પોતાના આવાસે આવ્યા. વાતાવરણમાં સિંહનાદના એ પડઘમ ઘડીઓની ઘડીઓ સુધી ગુંજતા જ રહ્યા !
મંત્રીશ્વર વિમલ
૨૬ ૨૫૫
Page #268
--------------------------------------------------------------------------
________________
નામ મોટા ! ને કામ તો એથીય મોટા !
દેવાલય કે દેવમૂર્તિના અધિષ્ઠાયક દેવતાની જેમ ભૂમિના પણ અધિષ્ઠાયક દેવતા હોય છે, જે ક્ષેત્રદેવતા તરીકે ઓળખાય છે. આ ક્ષેત્રદેવતાઓ પણ માનવીની જેમ ઘણી વાર અમુક દર્શનો, અમુક ધર્મો કે અમુક માન્યતાઓથી કદાગ્રહિત બનેલા હોઈને, પોતાની શ્રદ્ધાથી વિપરીત વિચાર ધરાવનારાઓને એઓ સહાયક તો નથી જ થતા, પણ ઉપરથી સિતમગાર બનવામાં જ એઓ કૃતાર્થતા માનતા હોય છે.
વાલીનાહ આવો જ એક ક્ષેત્ર-દેવ હતો. દંડનાયક વિમલ જ્યાં આરસની નગરીનું નવનિર્માણ
Page #269
--------------------------------------------------------------------------
________________
કરાવવા પ્રવૃત્ત થયા હતા, એ ભૂમિનો એ દેવ હતો અને એની માન્યતા તેમજ શ્રદ્ધા વિપરીત હતી. એ માનતો હતો કે, જિન કોણ? જિન-પ્રાસાદ શું? અને વાણિયો વિમલ વળી મારી સામે શી વિસાતમાં? આવી મગરૂરી ધરાવતો વાલીના થોડા દિવસ સુધી તો એ દેવનગરીના પાયા પરના ચણતરની સામે ચેડાં કરવામાં સફળ રહ્યો, પણ જ્યાં વિમલે એક સિંહનાદ કરીને એને પડકાર્યો અને દેવીત્રયીની અકૃપાની વીજળીથી વિનાશની આગમાં સ્વાહા થઈ જવાની શક્યતા દર્શાવી, ત્યાં જ એની મગરૂરી મરી પરવારી.
અંબિકા, પદ્માવતી અને ચક્રેશ્વરી : આ દેવીત્રયીની વિરાટ શક્તિથી વાલીનાહ પરિચિત હતો. એ સમજતો હતો કે, આ દેવી શક્તિ જ્યાં સુધી વિફરે નહિ, ત્યાં સુધી જ હું અહીં રહી શકવા સમર્થ છું. એથી આવી દૈવી શક્તિની કૃપા મેળવનારા દંડનાયક વિમલ આગળ પણ એ ટાઢો થઈ ગયો અને બીજી રાતે સમયસર વિમલ પર પ્રસન્નતા વરસાવવા હાજર થયો. મધરાત થતાં પૂર્વે જ ક્ષેત્રદેવતાને પ્રસન્ન કરવાની બલિ-બાકળાદિ પૂજા-સામગ્રી સાથે દંડનાયક વિમલ આવી પહોંચ્યા હતા. એમણે નિશ્ચિત સમયે પ્રાર્થના કરી :
ઓ ક્ષેત્રદેવતાઓ ! આપને હાજર થવા હું વિનંતી કરું છું. આ ભૂમિના જે કોઈ અધિષ્ઠાયકો હોય, એ મારી વિનંતીને માન આપીને અહીં અવતરે ! કારણ કે આપ સૌને પૂજા-સામગ્રીથી પ્રસન્ન બનાવીને, મારે આ ભૂમિ પર દેવનગરીનું નિર્માણ કરવું છે.”
થોડી જ પળોમાં આ વિનંતીનો જવાબ આપતાં ક્ષેત્રદેવતા વાલીનાહે કહ્યું : પૂજા લેવા હું મારા પરિવાર સાથે હાજર જ છું. દંડનાયક વિમલ ! પણ એટલું યાદ રાખજો કે, બલિ-બાકળા, ધૂપનૈવેદ્ય કે ફૂલ-ફળથી જ મને પ્રસન્ન કરવાની ભ્રમણામાં રાચતા હો, તો એ ભ્રમણાને ભગાડી મૂકજો. લોહી-માંસથી મને તર્પણ કરવાની તૈયારી હોય, તો જ આ વિધિને આગળ વધારજો ! મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૫૭
Page #270
--------------------------------------------------------------------------
________________
વિમલના અંગેઅંગમાં આગ લાગી ચૂકી : નામ દેવનું અને કામ આવું દાનવનું ! છતાં આ આગને દાબી દઈને વિનયાવનત બની વિમલે કહ્યું : હું તો એટલું જ સમજ્યો છું કે, દેવ તો વાસનાના ભૂખ્યા હોય, એથી બલિબાકળાથી જ એ પ્રસન્ન થઈ જાય.
વાલીનાહે ભ્રૂકુટિ ચડાવીને અને પગ પછાડીને પ્રશ્ન કર્યો : એટલે લોહી-માંસની માંગણી કરનારો હું દાનવ છું, એવો જ તમારો આક્ષેપ છે ને ?
વિમલે સણસણતો જવાબ આપ્યો : જો લોહી-માંસ જ તમને ખપતા હોય, તો તમે એક વાર નહિ, હજાર વાર દાનવ છો. બોલો, આ આરોપની સામે તમે કયું બચાવનામું રજૂ કરવા માંગો છો ? મારા પક્ષે તો ત્રણ ત્રણ મહાદેવીઓનું બળ પીઠબળ રૂપે હાજરાહજૂર છે જ.
દેવીઓનું નામ પડતાં જ વાલીનાહ પાછો જરા ગભરાઈ ગયો, પણ વિમલની વીરતાનું પાણી માપી લેવાની આ તકને વધાવી લેતાં એણે કહ્યું : શું તમે બલિબાકળા જેવી સામાન્ય ચીજોના સાટામાં મારી મહાકીમતી પ્રસન્નતા ખરીદવાના વાણિયાવેડા કરવા માંગો છો ? એથી લોહી અને માંસ જેવું કીમતી મૂલ્ય ચૂકવવા તમે દરિદ્ર છો, એમ જ મારે માનવું રહ્યું ને ?
‘ના, ના, જરાય નહિ, વાલીનાહ ! તમે માનો છો, એ જાતની દરિદ્રતાનો મારામાં અંશ પણ નથી, હું તો કર્તવ્યની આ કેડીએ કદમ ઊઠાવવા પૂર્વે કેસરિયાં કરવાની, કુરબાનીનું કંકુ ઉછાળીને જ નીકળ્યો છું. આ કાજે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળેલો હું લોહી અને માંસથી તમને તર્પણ કરવા તૈયાર છું, પણ મારું એ તર્પણ તમને ભારે પડશે, મારી એ પૂજા તમે સહી નહિ શકો; એવો મને વિશ્વાસ છે. કેમ કે હું પૂર્વે જણાવી જ ગયો છું કે, દેવીત્રયીનું કૃપાછત્ર મારા માથે છે !'
“એટલે ?” વાલીનાહનો આ પ્રશ્ન ઘણા ઘણા પ્રશ્નોનું એક ઝૂમખું જ હતું. એનામાં ભડકા જેવી ભયાનકતા હતી, બાણ જેવી તીક્ષ્ણતા હતી અને ઝેર જેવી મારકતા હતી.
૨૫૮
આબુ તીર્થોદ્ધારક
Page #271
--------------------------------------------------------------------------
________________
દંડનાયક વિમલે કહ્યું ! વાલીનાહ ! તમે બત્રીસ લક્ષણાનો ભોગ માંગીને જ પ્રસન્ન થવાની હઠ ધરાવતા હો, તો અમે દંપતી અત્યારે ને અત્યારે બલિ બની જવા તૈયાર છીએ ! હું વણિક છું, માટે જ વીર છું અને એથી જ લોહી-માંસનું તર્પણ કરવા તૈયાર છું, પણ એ લોહીમાંસ અન્યનાં નહિ, મારાં પોતાનાં ! બોલો, આવા તર્પણની તમને અપેક્ષા છે? હવે મને તરત જ જવાબ જોઈએ : કાં મારું આ જાતનું તર્પણ સ્વીકારી લો, કાં મારા દ્વારા લેવાયેલી બલિ-બાકળા અને માલમિષ્ઠાન્નની આ પૂજા સ્વીકારી લઈને પ્રસન્ન બની જાવ ! આ પળે જ આ પ્રશ્નનો જવાબ મારે જોઈએ.
વાલીનાહના મનની સ્થિતિ વિચિત્ર વાળાંક લઈ રહી હતી. એ વિચારી રહ્યો કે, વણિક હોવા છતાં આ કેવો વીર છે કે, જે દેવનગરીના પાયાને પોતાના જ લોહી-માંસથી સિચી સિંચીને મજબૂત બનાવવાની બહાદુરીથી સભર છે. આવું તર્પણ હું સ્વીકારું, તો એ મહાદેવીઓ સાથે મારે મુકાબલો કરવો જ પડે. અને એમાં કારમી હારનો ભોગ બનતાં મારું રક્ષણ કરે એવી તો કોઈ શક્તિ અને સ્વપ્નેય દેખાતી નથી. આવા વિચારથી વિનમ્ર બની જઈને વાલીનાહે કહ્યું :
દંડનાયક વિમલ ! સાચેસાચ તમારા તર્પણને સ્વીકારવાનું મારામાં સામર્થ્ય નથી ! તમારી બલિબાકળાની પૂજાથી જ પ્રસન્ન થવા હું વચનબદ્ધ બનું છું. આજે આનંદ છે કે, દેહધારી એક વીરતા સાથે મારી મિત્રાચારી બંધાય છે. તમે તો વણિક હોવા છતાં વીરોના પણ વિર મહાન વીર છો.'
વાલીનાહ પ્રસન્ન બનીને વિમલ પર વરદહાથ ફેલાવી રહ્યો. વિમલે કીમતી બલિબાકળા ને મોંઘા માલ મિષ્ટાન્ન ધરીને વાલીનાહની એ પ્રસન્નતામાં કેઈ ગણો વધારો કર્યો, એ મધરાત વાલીનાહ અને વિમલના અંતરમાં પ્રસન્નતાનો ઝગારા મારતો પ્રકાશ પાથરવામાં નિમિત્ત બની ગઈ. મંત્રીશ્વર વિમલ ર૦ ૨૫૯
Page #272
--------------------------------------------------------------------------
________________
બીજા દિવસની સવારે જે સૂર્ય ઊગ્યો, એ જાણે આબુની એ ધરતી પર એવા સંદેશ લઈને આવ્યો હતો કે, જેના શ્રવણે સંપૂર્ણ શિલ્પીસંઘ આનંદમાં તરબોળ બનીને નાચી ઊઠ્યો. કલ્યાણની કેડી હવે નિષ્ફટક બની ગઈ હતી, હવે ભયના કોઈ ભણકારા સાંભળવા મળે, એવી શક્યતા જણાતી નહોતી. સેંકડો શિલ્પીઓનાં કંકણાં અનેરો ઉત્સાહ સાથે આરસને અનોખાં ઘાટ-ઘડામણ આપી રહ્યાં. ટાંકણાઓના ધ્વનિમાંથી તાલબદ્ધ જે સંગીત રેલાતું હતું, એને ઝડપવાની જે ઉત્સુકતા આબુનાં શિખરો, ગુફાઓ તેમજ કોતરો દાખવતાં હતાં, એને જોવા દિવસભર લોકોનું ટોળું જામેલું રહેવા માંડ્યું.
દિવસો, પખવાડિયાંઓ ને મહિનાઓ જેમ જેમ વીતવા માંડ્યા, એમ એમ પાષાણમાં જ્યાં પ્રાણ પુરાઈ રહ્યા હતા, એ આરસની નગરી, આબુની એ ગિરિભોમ પર દિવસે ન વિસ્તરે એટલી રાતે અને રાતે ન વિસ્તરે એટલી દિવસે વિસ્તાર પામવા માંડી !
આબુની એ ગિરિભોમ પર ખરેખર પાષાણમાં પ્રાણ પુરાઈ રહ્યા હતા ! એથી એ તીર્થોદ્ધારની વિક્રમ સર્જક વિગતો સાથે દંડનાયક વિમલની ઉદારતા અને ઉત્સાહિતતાની વાતો ગુજરાતભરમાં તો ફેલાય અને ખૂબ જ દિલચસ્પી સાથે ચર્ચાય, એમાં કંઈ નવાઈ પામવા જેવું નહોતું ! પણ આ બધી વાતો ગુજરાતના વિરાટ સીમાડા વીંધીને બીજા બીજા દેશોમાં પણ ચર્ચાય, એને તો જરૂર નવાઈની વાત ગણી શકાય !
આબુ અને જૈન તીર્થ ! આ સમીકરણ જ ઘણાને નવું લાગતું હતું. પણ જ્યારે આ સમીકરણના સર્જક તરીકે દંડનાયક વિમલનું નામ સાંભળવા મળતું, ત્યારે સૌ બોલી ઊઠતા કે, આબુને જૈન તીર્થ તરીકેની કીર્તિ ન મળે તો કોને મળે ? આમ, આબુના તીર્થોદ્ધારની અને એના સર્જક દંડનાયક વિમલની કીર્તિગાથાઓનો ફેલાવો ધીમે ધીમે વિસ્તરતો જ ગયો, વિસ્તરતો જ ગયો !
ગુજરાતના સીમાડાઓ વીંધી-વીંધીને દૂર-સુદૂરના પ્રદેશોમાં પણ આબુના તીર્થોદ્ધાર અને તીર્થોદ્ધારકની કીર્તિનાં ગાન એક દહાડો
૨૪૦ ° આબુ તીર્થોદ્ધારક
Page #273
--------------------------------------------------------------------------
________________
ગુંજવા લાગ્યાં. અનેક રાજાઓની કીર્તિની કમાનો જેમની જબાનના ટેકે ટકતી હતી, એ ભાટ-ચારણોના સાંભળવામાં આવ્યું કે,
‘ભાઈ ! દેશોમાં ગરવો દેશ તો એક ગુજરાત છે ! જ્યાં દંડનાયક વિમલ જેવા નરરત્નો પાકે છે. શું ઉદારતા કે શું વીરતા ! શું રૂપ કે શું લાવણ્ય ! શું સંપત્તિ કે શું સદાચાર-નિષ્ઠા ! આ બધામાં વિમલની તોલે આવે, એવો એક પણ માણસ મળવો મુશ્કેલ છે. આ વિમલે જૈનમંદિરોથી મંડિત બનાવીને આબુને તીર્થની સમૃદ્ધિ આપવાનું એક એવું ભીષ્મ-કાર્ય આરંભ્યું છે કે, એની ભીષ્મતા આગળ નેવાનાં પાણી મોભે ચડાવવાં એ તો સાવ સરળ ગણાય !'
ભાટ-ચારણો પણ અંદર અંદર આ વાત ચર્ચવા માંડ્યા : અરે ! આ તો સાવ ટાઢા પહોરનાં ગપ્પાં ! નેવાનાં પાણી મોભે ચડાવવા કરતાંય એ તીર્થોદ્વાર જો સાચેસાચ વધુ ભીષ્મ હોય, તો વિમલને એમાં ફતેહ મળે જ નહિ, અને જો એ ફતેહ મેળવશે, તો એ કાર્ય ભીષ્મ ગણાશે નહિ ! જેને ભાટાઈ કરવાની ટેવ પડી ગઈ હોય, એ ભલે આવી વાતને સાવ સાચી માનીને ગાયા કરે, પણ સાચો સરસ્વતી-પુત્ર તો ચકાસણી કર્યા વિના ગમે તેવા ચમરબંધીની કીર્તિની કમાનને પણ પોતાની જબાનનો ટેકો ન આપે ! માટે ચાલો, આપણે બધા ગુજરાતના પ્રવાસે ઊપડીએ !
કોઈએ કહ્યું : ગુજરાત કંઈ બહુ દૂર ન ગણાય ! મન હોય તો છેક માળવે પહોંચાય અને ચાર ચાર ગાઉ કાપતા તો ગમે તેવો પણ લાંબો પથ કપાય ! માટે હાલો, ભેરુઓ ! હાલો. ગુજરાત જોઈ આવીએ અને વિમલની કીર્તિનું પારખુંય કરી આવીએ !
એ યુગમાં ભાટ-ચારણો સરસ્વતી-પુત્ર તરીકેનું સન્માનનીય પદ ભોગવતા હતા, એઓ જ્યાં જતા, ત્યાં આદરમાન પામતા ને ‘વિદ્વાન્ સર્વત્ર પૂજ્યતે” ની આ ઉક્તિ સાચી પડતી. ખાવા પીવાની તો એમને કોઈ ચિંતા જ ન કરવી પડતી. ગામડે-ગામડે એમને આવકારનારો વર્ગ મળી રહેતો, એ વર્ગમાં શેઠ-શાહુકારોથી માંડીને
મંત્રીશ્વર વિમલ
૨૬૧
Page #274
--------------------------------------------------------------------------
________________
રાજા-મહારાજાઓનું પણ સ્થાન જોવા મળતું. એ કાળે સરસ્વતી-પુત્ર જો કાવ્ય કરી જાણતા, તો રાજા-મહારાજાઓ એની કદર પણ કરી જાણતા !
આવો ધન્ય એ યુગ હતો. એથી ધીમે ધીમે ૫૦૦ ભાટ-ચારણોનો સંઘ રચાઈ ગયો અને સૌ ગુજરાત તરફ ચાલ્યા, ચંદ્રાવતી નગરી જેમ જેમ નજીક આવતી ગઈ, એમ એમ એમના કાનમાં રાત-દિવસ આબુનો તીર્થોદ્ધાર અને તીર્થોદ્ધારક દંડનાયક વિમલ આ બેનાં જ ગીતો ગુંજવા માંડ્યાં, અણહિલ્લપુર પાટણમાં પગ મૂકતાં જ એમને લાગ્યું કે, ગુજરાત દેશ ગરવો ગણાય છે, એ જરાય ખોટું નથી. ભીમદેવના દર્શને એમની આંખો અને એમનાં અંતર અનેરી તૃપ્તિ અનુભવી રહ્યાં, દંડનાયક વિમલનાં નામ-કામ તો અહીં ઘરે ઘરે અને ચોરે-ચૌટે ગવાઈ રહ્યાં હતાં, રાજસભામાં પણ આના જ પડઘા પડતા હતા. એ જોઈ-સાંભળીને ચારણોને થયું કે, ભીમદેવથી અપમાનિત થયેલ વિમલના પાટણ-પરિત્યાગની વાતો વિદ્વેષીઓએ ઉપજાવી કાઢેલી તો નહિ હોય ને ?
મનભર પાટણનું આતિથ્ય માણીને એ ચારણ સંઘ એક દિ' ચંદ્રાવતીના પાદરે આવીને ઊભો. આબુની તળેટીમાં વસેલી આ નગરીમાં, તો એ પહાડી પ્રદેશ, દિવસ-રાત જાણે દંડનાયક વિમલની કીર્તિના પડઘા ફેલાવવાનું જ કાર્ય અદા કરતો જોયો, ચારણોએ વિચાર્યું કે, ઘણી વાર નામ મોટાં ને કામ છોટાં જ નહિ, ઉપરથી ખોટાં હોય છે. ડુંગરા દૂરથી રળિયામણા લાગે, એવુંય ક્યારેક ખૂબ જ પ્રસિદ્ધ માણસની બાબતમાં બનતું હોય છે. એથી આપણે વિમલના ઘરે જ પહોંચી જઈએ, તો આજ સુધી સંભળાયેલી એની કીર્તિ-ખ્યાતિની કચ્ચાઈ-સચ્ચાઈ પરખાઈ જશે.
ચંદ્રાવતીની શોભા જોતો જોતો એ ચારણ-સંઘ છેક દંડનાયકના મહેલના દરવાજે આવી ઊભો. દ્વારપાળે પૂછ્યું : “અતિથિ-દેવો, ક્યાંથી પધારો છો ? વેશ-પહેરવેશ પરથી પરદેશના જણાવ છો.’
આબુ તીર્થોદ્વારક
૨૬૨
Page #275
--------------------------------------------------------------------------
________________
કોયલ જેવો મીઠો દ્વારપાળનો આ ટહુકો સાંભળીને ખુશ ખુશ થઈ ગયેલા ભાટ-ચારણોના આગેવાન વાચસ્પતિએ જવાબમાં કહ્યું : ભલા દરવાન ! અમે પરદેશી છીએ. એ તમે સાચું જાણ્યું! વળી અમે જાતના સરસ્વતીપુત્ર છીએ, દેખીએ એવું ભાખીએ છીએ, દર્પણ જેવા અમારાં દિલ છે, જે હોય એ જ ઝીલીએ અને જગતને બતાવીએ. ગુજરાતની કીર્તિ ઘણી ઘણી સાંભળી હતી. દંડનાયક વિમલની વાતો અમારા કાને ઠીક ઠીક પડી હતી, એથી થયું કે, જાણ્યા કરતાં જોયું ભલું ! માટે ફરતા ફરતા ગુજરાતની કીર્તિનું પારખું કરીને વિમલની કિર્તિનું પારખું કરવા અહીં આવ્યા છીએ. વિમલ કેવા છે એ તો કહો. અહીંનું વાતાવરણ જોતાં તો અમારી અધીરાઈ હવે વધી ગઈ છે.
દ્વારપાળે કહ્યું : સરસ્વતીપુત્રો ! અમારા દંડનાયકની તો વાત જ થાય એમ નથી. જેવા દાતાર છે, એવા જ કલાકાર છે. જેવા કલાકાર છે, એવા જ રૂપાવતાર છે, જેવા બાહુબળી છે, એવા જ બુદ્ધિબળી છે, જેવા બુદ્ધિબળી છે, એવા જ સૌભાગ્યશાળી છે. પણ....
ચારણ વાચસ્પતિને થયું કે, ગુણો ગાતાં ગાતાં સેવકનું મોં આ રીતે ભરાઈ જાય છે, એથી નક્કી થાય છે કે, વિમલ ખરેખર વિમલ જ હોવા જોઈએ. અરે ! પણ આ દરવાન બોલતાં બોલતાં કેમ થંભી ગયો ? ચારણે પૂછ્યું : દરવાન ! અટકી કેમ ગયા? “પણ” નો પાણો વચમાં કેમ નાખ્યો ?
દ્વારપાળ બોલ્યો : સરસ્વતીપુત્રો ! તમે સાંભળ્યું જ હશે કે, અત્યારે આબુ-દેલવાડા પર દહેરાં ચણાય છે, તમને કદાચ એય ખબર હશે કે, આ દહેરાં અમારા દંડનાયક પાણીના મૂલે સોનું વહાવીને બંધાવી રહ્યા છે. તમે એક દિવસ મોડા પડ્યા. જ્યારથી આ નિર્માણ પ્રારંભાયું છે, ત્યારથી અમારા દંડનાયક તનથી અહીં હોય, તોય મનથી તો આબુ પર જ હોય છે. પણ અત્યારે તો એઓ તનથી પણ આબુ પર છે. ગઈ કાલે જ એઓ આબુ ગયા ! હવે આવતાં સહેજે ત્રણ ચાર દિવસ તો થઈ જ જશે ! મંત્રીશ્વર વિમલ ર૦ ૨૬૩
Page #276
--------------------------------------------------------------------------
________________
બધા ચારણોના મોંમાંથી એકસામટો સિસકારો નીકળી ગયો : અરે ! અક્કરમીનાં પડિયાં તો કાણાં જ હોય ! આપણે એક જ દિવસ મોડા પડ્યા અને દંડનાયકના દર્શનથી વંચિત રહી ગયા. આ તો તળાવે આવીને તરસ્યા ને તરસ્યા પાછા ફરવા જેવો ઘાટ ઘડાયો. હીરો ઘોઘે જઈ આવ્યો, આમ કહીને આપણો સૌ ઉપહાસ કરશે, શું કરીશું હવે !
ચારણો વિચારમગ્ન બન્યા, ત્યાં તો દ્વારપાળે કહ્યું : અમારા દંડનાયક આબુ ઉપર ગયા છે, પણ ઘર અહીં મૂકીને ગયા છે હોં ! એમનાં ધર્મપત્ની શ્રીદેવી અહીં હાજર છે, પછી આમ વિમાસણમાં પડવાની શી જરૂર છે ? આપ સૌ મહેલમાં પધારો. એમનાં દર્શન કરો, એમના હાથનું પીરસેલું જમો, પ્રવાસનો થાક ઉતારો, આ ચંદ્રાવતીને ફરી-ફરીને જુઓ. એટલામાં દંડનાયક વિમલ આવી જશે. હવે બે ત્રણ દહાડામાં શું મોડું થઈ જવાનું હતું ! પ્રવાસે નીકળ્યા પછી આવા બે ચાર દહાડાનો હિસાબ ગણાય ખરો !
ચારણોને થયું કે, પતિ ઉદાર હોય ને પત્ની કંજૂસ હોય, આવાં કજોડાં ઘણાં જોવા મળે છે શું આ મહેલમાં સરખેસરખી જુગલ-જોડી જામી હશે ? જેથી આ દ્વારપાળ આમ આપણને આમંત્રણ આપતો હશે ? ચારણ વાચસ્પતિએ કહ્યું ઃ દરવાન ! તમારી વાત કાઢી નાખવા જેવી તો નથી ! પણ પારકે ઘરે આમ કંઈ પગ પહોળા કરાય ખરા ! અમે ઓછા નથી, પાંચસોની અમારી પંગત છે. બે-ત્રણ દિ' ચંદ્રાવતીમાં ક્યાંય ખેંચી કાઢીશું. આટલી મોટી નગરી છે, તો અહીં સત્રશાળા-પાંથશાળા તો હશે જ ને ?
દ્વારપાળે કહ્યું : અમારા શ્રીદેવીના રસોડે પાંચસોની તો શી ગણતરી ! અહીં તો હજારોનાં જ લેખાં-જોખાં છે. આ મહેલમાં બધું જ છે. આપ સૌ એક વાર અંદર તો પધારો. પછી આપ બધું ભૂલી જશો. માતાનું વાત્સલ્ય, બહેનનો પ્રેમ, જે જોઈએ એ બધું આપને શ્રીદેવી પાસેથી મળી રહેશે.
૨૬૪
આબુ તીર્થોદ્ધારક
Page #277
--------------------------------------------------------------------------
________________
દ્વારપાળ બધા ચારણોને લઈને મહેલના મધ્ય ખંડમાં બેઠેલાં શ્રીદેવી પાસે પહોંચ્યો. પરિચય આપતાં એણે કહ્યું : આ બધા પરદેશથી આવ્યા છે. આ સરસ્વતીપુત્રો દંડનાયકની કીર્તિ સાંભળીને એમનાં દર્શન કરવા ઉત્સુક છે.
બધા ચારણો શ્રીદેવીને જોઈ જ રહ્યા. રૂપમાં એ અજોડ હતાં. પ્રભાવમાં એ અજોડ હતાં. એમણે આવકાર આપતાં કહ્યું : પધારો, સરસ્વતીપુત્રો ! પધારો. આપ બધા તો શબ્દોના સોદાગર અને કાવ્યના કોણાધિપતિ ગણાવ ! આ મહેલને જરાય પરાયો ન માનતા. થોડા દિવસ અહીં રહો અને ચંદ્રાવતીને નિહાળો. ત્યાં સુધીમાં તો એઓ પધારી જશે અને દર્શનના તમારા મનોરથ સફળ થશે.
ચારણો માટે અતિથિગૃહના દ્વાર ખુલ્લા કરી દેવાયાં. કોઈ મહેલમાં ઉપલબ્ધ ન હોય, એટલી સગવડો એ અતિથિગૃહમાં હતી. પાણી માગો ને દૂધ હાજર થાય, દૂધ માગતાં દૂધપાકના પ્યાલા લઈને સેવકો ખડા થાય, એવી અતિથિસત્કારની ભાવનાનો પ્રભાવ જ્યાં પગલે પગલે અનુભવાય, એવા એ અતિથિગૃહમાં પ્રવેશતો ચારણસંઘ જાણે જાતને સ્વર્ગમાં પ્રવેશતો અનુભવી રહ્યો. પાનથી માંડીને સ્નાન સુધીની એવી એવી કીમતી સગવડો ત્યાં ઉપલબ્ધ હતી કે, જેના દર્શને બધા ચારણો મોંમાં આંગળાં નાખી ગયા.
મધ્યાહ્નના સમયે પાંચસો બાજોઠ એક જ પતંગમાં ઢળાયા અને બધા ચારણોને એકી સાથે ભોજન માટે આમંત્રણ અપાયું, ભોજનગૃહની સ્વચ્છતા-વિશાળતા જોઈને સૌ છક્ક થઈ ગયા. બત્રીસ પકવાન અને તેત્રીસ શાકનાં એ ભોજનિયાં શ્રીદેવીએ જાતે એવા પ્રેમથી પીરસ્યાં કે, ચારણોને સગી મા કરતાં સવાયા વાત્સલ્યનું દર્શન શ્રીદેવીમાં થઈ રહ્યું. ભોજનિયાં તો મીઠાં હતાં જ. પણ આવકાર અને અતિથિસત્કારની ભાવના તો એટલી બધી મીઠાશ ધરાવતી લાગી કે જેને મૂલવવા કોઈ ઉપમા ચારણોને જડતી નહોતી.
જમીને એ ચારણ-સંઘ આડો પડ્યો. આજે જાણે સદેહે. સ્વર્ગમાં સંચરવાનું સૌભાગ્ય જાગ્યું હોય, એવી અનુભૂતિ કરતા તેઓ મંત્રીશ્વર વિમલ 25 ૨૬૫
Page #278
--------------------------------------------------------------------------
________________
વિમલનું જાણે કલ્પના-દર્શન કરી રહ્યા કે, જેની પત્ની જો આટલી ઉદાર અને વાત્સલ્યથી ભરપૂર છે, તો એનો પતિ દંડનાયક તો ન જાણે કેવો હશે? આવી જાતની કલ્પનામાં ને કલ્પનામાં એઓએ થોડીક મીઠીનીંદ માણી, થોડી ઘડીઓ પછી એઓ ઊઠ્યા, તો એ ચંદ્રાવતીની શોભા બતાવવા લઈ જવા રથ આદિ વાહનો તૈયાર જ હતાં. સૌ વાહનોમાં બેસીને ચંદ્રાવતી જોવા નીકળ્યા. એક એકથી ચડિયાતાં જિનમંદિરો, એક ને જુઓ ને બીજાને ભૂલો એવાં બજારો, રૂપ-રંગ અને સંપત્તિથી અરસ-પરસની સ્પર્ધા કરતા મહેલો અને સંસ્કાર, સંપત્તિ તેમજ ધર્મથી સમૃદ્ધ પ્રજાનું પગલે પગલે દર્શન મેળવીને ચારણો જ્યારે વિમલના મહેલે પાછા આવ્યા, ત્યારે જાણે સ્વર્ગની સફર માણી આવ્યાનો આનંદ એમના અંગેઅંગમાંથી છલકાઈને નીચે વેરાઈ રહ્યો હતો.
થોડી વાર થઈ ને આમંત્રણ આવ્યું : સરસ્વતીપુત્રો ! જમવા પધારો. રસોઈ તૈયાર છે. સૂર્યાસ્ત પૂર્વે જ ચોકા ચોખ્ખા થઈ જતા હોવાથી હું આપને અત્યારે તેડવા આવ્યો છું. ચારણ સંઘનું આશ્ચર્ય વધતું જતું હતું. એ બધા વિચારી રહ્યા : કેવો વિવેક, કેવી ધર્મનિષ્ઠા અને ઉદારતાનાં તો વળી લેખાં-જોખાં જ થાય એવાં ક્યાં છે ?
સાંજનું ભોજન પતાવીને એ ચારણો મહેલના વિસ્તારમાં રહેલા બગીચામાં થોડી વાર ટહેલી આવ્યા. ત્યાર બાદ શ્રીદેવી આદિ સાથે થોડો વાર્તા-વિનોદ માણીને એઓ પથારીમાં આડા પડ્યા. શયનખંડ અને પથારીઓની સજાવટ જ એવી હતી કે, પથારીમાં પડતાંની સાથે જ ઊંઘ આવી જાય. ચારણોની જ્યારે આંખ ખૂલી, ત્યારે હોંર ફાટવાની તૈયારી હતી. એમના શરીરમાંથી દિવસોનો થાક અદશ્ય થઈ ગયો હતો ને કોઈ નવી જ તાજગીનો તરવરાટ સૌના દેહમાં વિલસી રહ્યો હતો.
સુખના દિવસો ટૂંકા હોય છે. દંડનાયક વિમલનું જ્યારે દર્શન મળ્યું, ત્યારે જ એ ચારણોને ખ્યાલ આવ્યો કે, આજે અહીં આવ્યાને ચાર દિવસ પૂરા થવા આવ્યા. વિમલના દર્શને એઓ ધન્ય બની ગયા. દંડનાયકની છાતી જાણે વીરતાને ક્રીડા કરવાનું મેદાન હતી, એમનું
૨૬૬
આબુ તીર્થોદ્ધારક
Page #279
--------------------------------------------------------------------------
________________
મુખકમળ જાણે સરસ્વતીનું નિવાસસ્થાન હતું. એમના આજાનુબાહુમાં વાત્સલ્યની સાથે વીરતા વિલસી રહી હતી. આવા દિવ્ય દર્શનથી મુગ્ધ બની ઊઠેલા ચારણોએ કહ્યું :
દંડનાયક વિમલ ! આપની કીર્તિ-ગાથાઓનું શ્રવણ અમને છેક દૂર-દૂરથી અહીં ખેંચી લાવ્યું છે. પણ આપનાં દર્શને એમ લાગે છે કે, આ ચિર પ્રવાસ લેખે લાગ્યો છે. “નામ મોટાં અને કામ ખોટાં આવી અનેક સ્વાનુભૂતિઓને તમે આજે ખોટી પાડી છે. અમને એમ લાગે છે કે, આપનાં નામ જો મોટાં છે, તો કામ એથીય વધુ મોટાં છે ! ખરેખર ગુજરાત તો ગુજરાત છે ! જેની ભૂમિએ આપના જેવા નરરત્નોને જન્મ આપ્યો, એ ગુજરાતનું ગૌરવ ગાતાં અમારી જીભ હવે થાકશે નહિ.”
દંડનાયક વિમલે કહ્યું : સરસ્વતીપુત્રો ! તમે અહોભાવભર્યા આ જે શબ્દો ઉચ્ચાર્યા છે, એને વધુ ને વધુ સાર્થક બનાવવાનું બળ ગુજરાતને મળ્યા કરો, એવી પ્રાર્થના સાથે મારી એક વિનંતી કે, તમે બધા આટલે સુધી આવ્યા છો, તો હજી થોડાક વધુ દિવસ રોકાઈ જઈને આબુની ગિરિભોમ પર ચાલી રહેલા તીર્થોદ્ધારના કાર્યને એક વાર જાતે જોતા જાવ.
ચારણો દંડનાયકની આ વિનંતીને ઠુકરાવી ન શક્યા, એઓ જ્યારે આબુ તરફ વિદાય થયા, ત્યારે મૂલ્યવાન પહેરામણીઓથી એમનો સત્કાર કરતાં દંડનાયકે કહ્યું : ફૂલ નહિ ને ફૂલની આ પાંખડી સ્વીકારીને પછી પ્રયાણ કરવા વિનંતી !
ચારણોના સંઘને આ વિનંતી સ્વીકારવી જ પડી. એઓ જ્યારે આબુની એ ગિરિભોમ પર જઈ ઊભા, ત્યારે એમની આંખમાં જાણે આશ્ચર્ય અને અહોભાવનો એક આખો દરિયો જ ઘૂઘવી રહ્યો હતો. હજારો કારીગરો જે રીતે આરસની નગરીનું નવનિર્માણ કરી રહ્યા હતા, એનું વર્ણન કરવા એમની પાસે શબ્દો નહોતા.
મંત્રીશ્વર વિમલ
26 ૨૬૭
Page #280
--------------------------------------------------------------------------
________________
2)
(
વિમલવસહી તો વિમલવસહી જ છે !
)
(6
અરવલ્લીની ગિરિમાળાનો વિસ્તાર ચોક્કસ કોઈ એક દેશ સુધી જ સીમિત નથી, અનેક દેશોમાં આ ગિરીમાળા ફેલાયેલી છે, પણ આ ગિરિમાળામાં જો સૌથી વધુ ઊંચો કોઈ પર્વતીય વિભાગ હોય, તો તે આબુ છે, આ દૃષ્ટિએ અરવલ્લીની ગિરિમાળાના ગૌરવોન્નત મસ્તક તરીકે આબુને ઓળખાવી શકાય, ભારતની દક્ષિણ દિશામાં આવેલા નીલગિરિથી માંડીને ઉત્તરમાં આવેલ હિમાલય સુધીના પર્વતોમાં જેની ઉપર અનેક ગામો વસ્યાં હોય, એવો ઊંચો એક માત્ર પર્વત આબુ છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
મૂળમાં વીશ માઈલની લંબાઈ અને આઠ માઈલની પહોળાઈ ધરાવતા આબુના ૧૨ માઈલની લંબાઈ ને ત્રણેક માઈલની પહોળાઈ ધરાવતા ઉપરના પાર્વતીય-વિસ્તારમાં એક કાળમાં બારેક ગામો વસેલાં હતાં, જેમાં જૈનોની વસ્તી પણ સારા પ્રમાણમાં હતી, આજે એ ગામોનું અસ્તિત્વ છે, પણ જાહોજલાલી નથી. આબુ જેના કેન્દ્રમાં હોય, એવો જૈન-અજૈન ઇતિહાસ મોટા પ્રમાણમાં આજે પણ ઉપલબ્ધ છે. કાળના પંખેરુંઓની પાંખ જ્યાં પહોંચી શકે એવી નથી, એ યુગાદિ પ્રભુ શ્રી આદિનાથનો સમય આબુ સાથે જોડાયેલો છે. પ્રભુના પુત્ર ચક્રવર્તી શ્રી ભરતેશ્વરે આબુ પર ચાર દ્વારા ધરાવતું સુવર્ણ-ચૈત્ય બંધાવ્યું હતું.
જૈન ઇતિહાસ મુજબ આબુને અર્બુદગિરિ આવું નામ આપવામાં ભરત ચક્રવર્તીનું એ સુવર્ણ ચૈત્ય નિમિત્ત બન્યું હતું, એ સુવર્ણ ચૈત્યમાં પ્રતિષ્ઠિત શ્રી આદિનાથ પ્રભુનું ધ્યાન ધરીને આત્મસાધના કરવા દશ ક્રોડ જેટલા સાધકો તપ કરતા હતા, દશ ક્રોડની સંખ્યા સંસ્કૃતમાં “અબ્દ' તરીકે ઓળખાતી હોવાથી, આ સાધનાની સ્મૃતિમાં આ ગિરિ અબુદાચલ' તરીકે ઓળખાવા માંડ્યો. અહીં કરેલી પૂજા વગેરે આરાધના દશ ક્રોડ ગણું ફળ આપનારી હોવાથી પણ આ ગિરિ અબુદાચલ' તરીકે પ્રખ્યાતિ પામતો ગયો.
છમસ્યકાળમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા અબ્દ ભૂમિમાં વિચર્યા હોવાની વાતને શિલાલેખો અને શાસ્ત્રલેખોનું સમર્થન મળે છે, આના પ્રત્યક્ષ પુરાવાઓ તરીકે અબુદાચલની આસપાસનાં અનેક ગામોમાં આજેય અસ્તિત્વ ધરાવતાં શ્રી મહાવીર પરમાત્માનાં અનેકાનેક ભવ્ય તીર્થો ને મંદિરોને આગળ કરી શકાય !
શ્રી ભરત ચક્રવર્તીના મંદિરના સર્જન પછી આબુને તીર્થ તરીકે મળતી પ્રસિદ્ધિનો સ્થિતિકાળ તો ક્યાંથી આંકી શકાય ? પણ એટલું નક્કી છે કે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ પછીનાં કેટલાંય વર્ષો સુધી જૈન તીર્થ તરીકે આબુ પ્રસિદ્ધ રહ્યું હતું. પ્રભુજીની મંત્રીશ્વર વિમલ ૨૪૯
Page #282
--------------------------------------------------------------------------
________________
દશમી પાટે થયેલા શ્રી સુસ્થિતાચાર્ય અર્બુદાચલથી અષ્ટાપદજી તીર્થની યાત્રાએ ગયા હોવાનો શાસ્ત્રલેખ ઉપરાંત શ્રી પાદલિપ્તાચાર્ય આકાશગામિની વિદ્યા દ્વારા જે પાંચ તીર્થોની રોજ યાત્રા કરતા હતા, એમાં એક તીર્થ તરીકે અબુદાચલનો પણ ઉલ્લેખ ઉપલબ્ધ છે. પ્રભુની ૩૩મી પાટે થયેલા વડગચ્છ સ્થાપક પૂ. આ. શ્રી ઉદ્યોતનસૂરિજી મહારાજ વિ. સં. ૯૯૪માં આબુની યાત્રાર્થે પધાર્યા હતા. આ બધા પુરાવાઓના આધારે એમ કહી શકાય કે, વિ. સં. ૯૯૪ પછીના ગાળામાં ક્યારેક આબુ ઉપરનાં જિનમંદિરોનો નાશ થઈ જતાં, એનું જૈનતીર્થત્વ લોકોના માનસપટલ પરથી ભૂંસાઈ જવા પામ્યું હોય !
શાસ્ત્રલેખો અને શિલાલેખોમાં સુરક્ષિત હોવા છતાં જનમાનસમાંથી ભુલાઈ ગયેલી આબુની જૈનતીર્થ તરીકેની પ્રતિષ્ઠાની પુનઃ સ્થાપના (વિ. સં. ૧૦૮૮ માં) ઉપરાંત તીર્થોદ્ધારનું મહાપુણ્ય ઉપાર્જન કરવાના કોઈ ભાગ્યસૌભાગ્યનો જ જે સદેહે અવતાર ગુજરાતમાં થયો, એ અવતારને જે નામ મળ્યું, એને શોભાવનારી અક્ષરાવલી હતી : દંડનાયક શ્રી વિમલ !
યોગીઓ માટે યોગભૂમિ અને ભોગીઓ માટે ભોગભૂમિ ગણાતા આબુનાં, સમુદ્રીય સપાટીથી ૪ હજાર ફૂટની ઊંચાઈ ધરાવતાં એ શિખરો ઉપર ભવજલતારક નામની મોટી અનેક નાવડીઓને તરતી મૂકવાનું સ્વપ્નદૃષ્ટા શ્રી વિમલનું સ્વપ્ન અનેરા કોઈ ઠાઠમાઠ સાથે અને અનોખી કોઈ ચહલ-પહલ સાથે આશ્ચર્યકારી ઝડપથી સાકાર થઈ રહ્યું હતું. સમુદ્રની સપાટી પર નાવડીઓ તરતી મૂકવાનું કાર્ય પણ સહેલું નથી હોતું, ત્યારે દંડનાયક તો સમુદ્રની સપાટીથી ચાર હજાર ફૂટની ઊંચાઈએ પથ્થરની એવી નાવડીઓ તરતી મૂકવા કૃતનિશ્ચયી હતા, જે ભવસાગરને તરવાનું અમોઘ સાધન બની જાય !
ભવસાગરને તરવા નયા બની જાય, એવાં એ મંદિરો કોઈ અનેરા વૈભવ વચ્ચે શિલ્પદેવના હાથ હેઠળ નિર્માણ પામી રહ્યાં હતાં.
૨૭૦ આબુ તીર્થોદ્ધારક
Page #283
--------------------------------------------------------------------------
________________
આ નિર્માણનો તો વૈભવ જ વર્ણવી શકાય, એવો નહોતો ! ધરતી, સોનાના સાટે ખરીદાઈ હતી ! આરસપહાણની શિલાઓ, હાથીના હોદ્દે બેસીને ઠાઠમાઠ સાથે આબુ ઉપર આવતી હતી ! નાનામોટા પથ્થરો, રૂપાચાંદીના મૂલે એ સર્જન-ભોમ પર પધારતા હતા, ઘર કરતાં સવાઈ સગવડો માણતા સેંકડો શિલ્પીઓ અને હજારો મજૂરો એવા ઉત્સાહ સાથે નિર્માણ-કાર્ય કરી રહ્યા હતા કે, દર્શકોને એમ જ લાગતું કે, આ બધા જાણે પોતપોતાના ઘરને વહાલથી ચણી રહ્યા છે !
શિલ્પીઓનાં ભાગ્ય ઊઘડી ગયાં હતાં, મજૂરોનાં દળદર ફીટી રહ્યાં હતાં. અને આબુની એ ગિરિભોમ દિન-દિન ચડતા રંગ પામી રહી હતી. બીજે જે નિર્માણ-કાર્યને આગળ વધવા અઠવાડિયુંય ઓછું પડતું, એ નિર્માણ અહીં એક દિવસમાં તૈયાર થઈ જતું! કારણ કે બધા કારીગરો પોતાનું લોહી રેડીને પોતાના પહેલા નવજાત શિશુની અદાથી આ નિર્માણને ઉછેરી રહ્યા હતા.
એ નિર્માણમાં જે નિષ્ઠા-તત્ત્વ નૃત્ય કરી રહ્યું હતું, એ દર્શનીય હતું. દંડનાયકે ઉદારતા અને આત્મીયતાથી સૌનો સ્નેહ એ રીતે જીતી લીધો હતો કે, કોઈ મજૂર ઇંટો ગોઠવતો હોય, કોઈ કારીગર પથ્થર પર કસબ અજમાવતો હોય, કોઈ શિલ્પી પોતાના ટાંકણાથી કોઈ સૌંદર્યસૃષ્ટિ આરસમાં ઉપસાવતો હોય, આ બધામાં રસ અને એકતાનતાની એક એવી લાગણીનો અખંડ તાર જળવાયેલો જોવાતો કે, આ બધા કાર્યનો સરવાળો શિલ્પ અને સૌંદર્યના અજોડ સર્જનમાં સમાપ્ત થતો.
કાગળ કે મીણ જેવા પોચા પદાર્થો પણ ન ઝીલી શકે, એવી સૂક્ષ્મ કોતરણી આરસમાં અવતરવા માંડી. એ આરસનો કોઈ ભાગ એવો નહોતો રહેતો કે, શિલ્પીનાં નાનાં-મોટાં ટાંકણાંનો જેને સ્પર્શ ન મળ્યો હોય ! જેના કારણે આરસની એ આલમમાં એવા સાગરો ને એવી સરિતાઓ, એવા કલ્પતરુઓ ને એવાં કમળવનો, એવાં વૃક્ષો ને એવી મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૭૧
Page #284
--------------------------------------------------------------------------
________________
વેલડીઓ તેમજ એવો ઇતિહાસ અને એવું વર્તમાન જીવન અવતાર ધરી રહ્યું કે, જેમાં પાણી, વનસ્પતિ તેમજ પુરુષ જેવા તત્ત્વનો અભાવ હોવા છતાં, આ બધાં તત્ત્વોનું અવતરણ સપ્રાણ અને સજીવન જણાવા માંડતું.
શિલ્પશાસ્ત્રમાં કલમથી અક્ષર રૂપે દોરાયેલી એ વિશાળ શિલ્પસૃષ્ટિને પાષાણ ઉપર ટાંકણાથી આકાર રૂપે કંડારવામાં શિલ્પદેવના આશ્રય હેઠળના એ કારીગરો જેમ જેમ કલ્પનાતીત સફળતા પામતા ગયા, એમ એમ દંડનાયક વિમલ પણ સુવર્ણની વૃષ્ટિને એ કારીગરોની હથેળી પર ઉતારવામાં વધુ ને વધુ ઉદારતા દાખવતા ગયા.
જેના દ્વારા મંદિરોની છતો, દીવાલો અને ઘુમ્મટો શિલ્પશાસ્ત્રને તેમજ જૈન ઇતિહાસને ઝીલવા આરસી બને, એવી કળા તેમજ એવા
જ્યોતિર્ધરોનાં જીવન એક તરફ આરસમાં કંડારાઈ રહ્યાં હતાં, તો બીજી તરફ આવાં મંદિરો પણ જેના વિના સૂનાં સૂનાં ભાસે, એવી જિનપ્રતિમાઓ ધૂપ-દીપથી મઘમઘતા તેમજ મંગલભર્યા વાતાવરણ વચ્ચે ઘડાઈ રહી હતી. વિરાગની સરવાણી વહાવતી મુખમુદ્રાથી અને વીતરાગતાની લહાણી કરતી અંગભંગીથી ભરપૂર એ જિનમૂર્તિઓના સામાન્ય દર્શને જ દર્શકને એવી અનુભૂતિ થતી કે, જાણે આ મૂર્તિની મુખમુદ્રા હમણાં જ મુખરિત બની ઊઠશે અને અણબોલ બોલ દ્વારા પ્રેરણાનું પીયૂષ પાશે !
પ્રકૃતિના વિધવિધ સૌંદર્યને ઝીલવા ઉપરાંત તત્કાલીન ધાર્મિક વિધિઓની પદ્ધતિઓનું સુરમ્ય પ્રતિબિંબ ઝીલતી આરસની એ સૃષ્ટિમાં કારીગરોએ જૈન ઇતિહાસને પણ મોટા પ્રમાણમાં કંડારીને અમર બનાવી દીધો. પાષાણમાં જાણે પ્રાણ પુરાયા ! કોઈ સ્થાને યુદ્ધ આદરનારા ભરત-બાહુબલીમાંથી પ્રબુદ્ધ બનતા બાહુબલીનો પ્રસંગ અંકિત થયો, તો કોઈ શિલા સાક્ષાત્ સમવસરણની ઝાંખી કરાવી રહી. ક્યાંક આદ્રકુમારનું જીવન જડવામાં આવ્યું, તો ક્યાંક શિલાઓની સૃષ્ટિમાં ભગવાન શ્રી નેમિનાથ પ્રભુના પ્રસંગો ઉલ્લિખિત બન્યા.
૨૭૨ આબુ તીર્થોદ્ધારક
Page #285
--------------------------------------------------------------------------
________________
ક્યાંક “પ્રભુ મેઘરથ ભવ ગુણખાણી, પારેવા પર કરુણા આણી” નું ગીત સરી પડે, એવું અંકન થયું, તો ક્યાંક આરસ આરસી બનીને ૧૬ વિદ્યાદેવીઓનું પ્રતિબિંબ ઝીલી રહ્યો. ક્યાંક પ્રભુના પંચકલ્યાણક મહોત્સવની ભવ્યતા પાષાણમાં પ્રતિબિંબિત થઈ, તો ક્યાંક અષ્ટપ્રકારી પૂજા કરતા શ્રાવકોનું પ્રતિબિંબ ઝીલતા પાષાણ મૌનપણે ધર્મની ધજા લહેરાવતી પૂજાનું પ્રેરણાગાન ગાઈ રહ્યા !
આમ, અનોખી અનેરી લંબાઈ પહોળાઈ ધરાવતી એ દેવનગરી, ૧૨૧ સ્તંભો અને ૫૪ દેરીઓ દ્વારા એવું અમાપ અને અજોડ પ્રેરણા દાન મુક્ત હાથે કરાવી રહી છે, જેથી દર્શકની ભવોભવની દરિદ્રતા અને જનમ-જનમનાં દળદર ફીટી જાય ! સ્વર્ગમાંની કોઈ દેવનગરી જ જાણે આબુના સોંદર્યમંડિત એ ભૂભાગ પર ઊતરી આવી ન હોય ! આવી અનુભૂતિ કરાવતી એ મંદિરાવલિ રાત-દિવસના અવિરત પુરુષાર્થ પછી એક દહાડો પૂર્ણતા પામી. વિશાળ એના મંડપો, ઊંચા ઊંચા એના સ્તંભો, સ્તંભો પર નૃત્ય કરતી એની પાંચાલિકાઓ, ચતુષ્કોણ એનો ચોક, સુવર્ણનો વર્ણ ધરાવતા એના ધ્વજદંડો ને કળશો, દેવદૂષ્યની યાદ અપાવતી એની ધજાઓ તથા ભવ્ય એનાં પ્રવેશદ્વારો : આ બધું જ કળાનાં ઝરણાં જ્યાંથી વહેતાં હોય, એવા દૂધમલ કોઈ પહાડની જેમ શોભી રહ્યું !
મહામંત્રી નેઢ, એમના પુત્ર લાલિગ, દંડનાયક વિમલ, માતા વિરમતિ, પુત્રવધૂઓ ધનશ્રી અને શ્રીદેવી : આ બધા માટે ૧૦૮૮ ની સાલ જાણે હર્ષોલ્લાસની ભરતીનો અપૂર્વ ઘુઘવાટ લઈને આવી હતી, કારણ કે લગભગ ૧૦૮૦ ની સાલથી પ્રારંભાયેલો આબુનો વિરાટ તીર્થોદ્ધાર આ સાલમાં પૂર્ણ થવા આવ્યો હતો અને પ્રતિષ્ઠા-વિધિનું મુહૂર્ત પણ નીકળી ગયું હતું.
દંડનાયક વિમલે પોતાના ધર્મદાતા પૂ. આચાર્યદેવશ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજ આદિની નિશ્રામાં એવું ઉત્સાહભર્યું પ્રતિષ્ઠાનુષ્ઠાન યોજયું કે, એમાં રાજવી ભીમદેવથી માંડીને કેટલાય મંત્રીશ્વર વિમલ ૦ ૨૭૩
Page #286
--------------------------------------------------------------------------
________________
રાજવીઓ હાજર રહીને ધન્યતા અનુભવી રહ્યા. તીર્થોદ્ધારના પ્રારંભથી પ્રતિષ્ઠા સુધીના વચગાળામાં દંડનાયકે ઉદારતાથી જે ધનવૃષ્ટિ કરી હતી, એ ધનવૃષ્ટિથી આબુના એક વખતના વિરોધી બ્રાહ્મણો સારી રીતે પરિચિત હતા. એમાં વળી પ્રતિષ્ઠાના એ સમયે બ્રાહ્મણોને જે દાન મળ્યું, એથી તો આ “તીર્થોદ્ધાર'ને ઊની આંચ પણ ન આવવા દેવાની સ્વયંભૂ પ્રેરણાથી એઓ પ્રતિબદ્ધ બન્યા. દેલવાડાનાં એ દહેરાંઓમાં પ્રભુજીની એ પ્રતિષ્ઠાનો અને ધ્વજદંડ તેમજ કળશ-ઈંડાના સ્થાપનનો મહોત્સવ પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ અને પૂ. આ. શ્રી વર્ધમાનસૂરિજી મહારાજના મંગળ વાસક્ષેપપૂર્વક એવી ભવ્યતાપૂર્વક ઊજવાવા પામ્યો કે, આ મહોત્સવ તીર્થોદ્ધારની સાથે તીર્થોદ્ધારકની કાર્યસિદ્ધિની પણ એક યશકલગી બની ગયો. દંડનાયકનું એક ચિરદષ્ટ સ્વપ્ન એ દહાડે ફળ્યું અને આબુનાં ગિરિશિખરો પર ભવસાગર તરવાની એક નૈયાના રૂપમાં એક વિરાટ મંદિરાવલિ વહેતી મુકાઈ.
– ૦ – ભવસાગરને તરવાની તૈયાઓ તો આબુના એ ગિરિશિખરે વહેતી મુકાઈ ગઈ ! પણ આટલામાત્રથી જ કંઈ તીર્થોદ્ધારનું એ વિરાટ કાર્ય પૂર્ણ નહોતું બની જતું ! આ નૈયાઓ બરાબર વહેતી રહે, એના શિલ્પ સચવાઈ રહે, એમાં ઉત્તરોત્તર શુદ્ધિ-વૃદ્ધિ થતી રહે અને તારક આ તીર્થ વર્ષોનાં વર્ષો સુધી યાત્રિકોને પ્રબળ ધર્માલંબન પૂરું પાડતું રહે, એ માટે ભાવિનેય નજરમાં રાખીને કોઈ આયોજન કરવાનું મહત્ત્વનું કર્તવ્ય અદા કરવામાં દંડનાયક શ્રી વિમલ પાછા પડે એવા નહોતા.
ભૂમિની ખરીદીથી માંડીને શિખર પર ધ્વજ લહેરાતો મૂકવા સુધીના તીર્થોદ્ધાર સંબંધી કાર્યમાં અઢાર કરોડ અને ત્રેપન લાખ રૂપિયાનો વ્યય થયો હતો, છતાં હજી ઓછું ખર્ચાયાનો અસંતોષ અને શેષ રહેલા પરિગ્રહની પાપાત્મકતા જેમને ડંખી રહી હતી, એ
૨૭૪ ૬ આબુ તીર્થોદ્ધારક
Page #287
--------------------------------------------------------------------------
________________
દંડનાયક વિમલના આ સર્જનને પ્રતિષ્ઠા-પ્રસંગે એકઠી થયેલી લાખોની મેદનીએ ‘વિમલવસહી' તરીકે વધાવી લીધી. આ ‘વિમલવસહી’ને આબુના સ્થાનિક સંઘને સમર્પિત કરવા ઉપરાંત દંડનાયક વિમલે ત્યાં ઘણા ઘણા પોરવાડ શ્રાવકોને પણ વસવા માટે પ્રોત્સાહિત કર્યા, તેમજ ‘વિમલવસહી’નું સંચાલન સુંદર રીતે થયા જ કરે ને દેવદ્રવ્યાદિની વૃદ્ધિને જરાય આંચ ન આવે, એ માટે આસપાસનાં કેટલાંય ગામોની ઊપજ આ તીર્થ ખાતે અર્પણ થતી રહે, એવી વ્યવસ્થા કરાવીને એને દંડનાયકે શિલાપટ્ટો દ્વારા ચિરંજીવી કરાવી.
આબુનો એ ગિરિપ્રદેશ ધરતીકંપની શક્યતાવાળો હોવાથી ‘વિમલવસહી’નાં મંદિરો સાવ બેઠા ઘાટનાં બનાવાયાં હતાં. તેમજ અનાર્ય-આક્રમણોની નજરમાંથી એ મંદિરો હાથતાળી દઈને છટકી જઈ શકે, એ માટે બહારનો એનો દેખાવ સાવ સામાન્ય પસંદ કરાયો હતો, બહારથી શ્રીફળ અને દાડમની જેમ સામાન્ય જણાતા એ મંદિરોની અંદર તો દાડમની કળી જેવી કળા અને નાળિયે૨ જેવી દૂધમલતાનો વાસ હતો. વસતિનો જ પર્યાયવાચી શબ્દ વસહી છે, જેને વિમલે વસાવી અથવા જ્યાં વિમલતાનો જ વાસો હોય છે, એ વિમલવસહી !
‘વિમલવસહી’ આજે પણ ‘વિમલવસહી' જ છે. જેમ ચંદ્રથી રાત, રાતથી ચંદ્ર અને ચંદ્ર તેમજ રાતથી આકાશ શોભે; મણિથી વીંટી, વીંટીથી મિણ અને મણિ તેમજ વીંટીથી આંગળી અલંકૃત બને, બરાબર આ રીતે જ્યાં વેરાયેલી કળાથી મંદિર, મંદિરથી એ કળા અને કળા તેમજ મંદિરથી ‘અર્બુદાચલ’ તીર્થ તરીકે આજ સુધી વધુ ને વધુ પ્રસિદ્ધિ-સમૃદ્ધિ પામી જ રહ્યું છે. આ ‘વિમલવસહી'ને પગલે પગલે પછી તો બીજીય ‘વસહી’ઓ આબુ પર અવતરી, પણ પ્રેક્ષક આજેય બોલી ઊઠે છે કે, ભાઈ ! વિમલવસહી તો વિમલવસહી જ છે ! સાગરની અસીમતા અને આકાશની અગાધતા જેમ અનાદિ કાળથી અનુપમેય રહી છે, એની ઉપમા ન જડતાં અંતે થાકીને કહેવું પડે છે કે, સાગર તો સાગર જેવો જ છે ને આકાશની અગાધતા પણ આકાશ
મંત્રીશ્વર વિમલ
૦ ૨૭૫
Page #288
--------------------------------------------------------------------------
________________
જેવી જ છે એમ ‘વિસલવસહી’ની ઉપમા ન જડતાં આજેય દર્શક અહોભાવથી એવા ઉદ્ગાર કાઢે છે કે, વિમલવસહી તો વિમલવસહી જ છે !
‘વિમલવસહી’ના યાત્રિક-દર્શકની બીજી પણ એક સ્વાનુભૂતિ સાંભળવા જેવી છે. ‘વિમલવસહી’નો દર્શક આજેય આના સર્જકનું નાસ્તિત્વ સ્વીકારવા કબૂલ નથી થતો, દંડનાયક વિમલનું કાયા રૂપે અનસ્તિત્વ વ્યક્ત કરવા કરતાં એ દર્શક ‘વિમલવસહી’ના કૃતિત્વ રૂપે કીર્તિદેહે દંડનાયક વિમલનું અમર અસ્તિત્વનું ગાન ગાતા ગેલમાં આવી જાય છે. એથી જ ‘દંડનાયક શ્રી વિમલ’ના આ વાર્તા-વિહારના ઉપસંહાર રૂપે, આબુના તીર્થોદ્વારના એ સર્જક આજે નથી, પણ એમનું સર્જન આજેય એટલું જ સુવાસિત છે, આમ લખવા કરતાં એવું લખવું વધુ સાર્થક અને વધુ બંધબેસતું લાગે છે કે, દંડનાયક વિમલના અસ્તિત્વ-કાળ પછીય એમને વધુ ને વધુ પ્રભાવક તરીકે પ્રસિદ્ધ કરવા સમર્થ બનતા એમના કીર્તિદેહને જ્યાં સુધી ‘વિમલવસહી’ની એક પણ દેરી અસ્તિત્વ ધરાવતી હશે, ત્યાં સુધી કાળના ગમે તેવા ઝપાટા જર્જરિત તો શું, ચલિત પણ નહિ બનાવી શકે ! કારણ કે આ ‘વિમલવસહી’ તો વિમલવસહી જ હતી, છે અને રહેવા પામશે !
‘વિમલવસહી' માંથી પ્રેરણા લઈને આ પછીથી જૈન તીર્થ તરીકેની આબુની પ્રતિષ્ઠામાં વધારો કરતાં સર્જનોની સરવાણી સદીઓ સુધી વહેતી જ રહી. ગુર્જરેશ્વર ભીમદેવ બીજાના કાળ દરમિયાન સુપ્રસિદ્ધ બાંધવ બેલડી મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળે વિ.સં. ૧૨૮૭માં ‘લૂણવસહી’નું નિર્માણ કરાવ્યું. વિ. સં. ૧૩૭૩ થી વિ.સં. ૧૪૮૯ સુધીનાં વર્ષોમાં ગુર્જર જ્ઞાતીય શ્રી ભીમાશ્રેષ્ઠી દ્વારા ‘પિત્તલહર'નું નિર્માણ થયું. વિ.સં. ૧૫૧૫ની આસપાસ ‘ખરતરવસહી’નું નિર્માણ થયું. આબુ-દેલવાડાનાં આ મંદિરો સિવાય, આબુ-ઓરિયા અને આબુઅચલગઢ પણ આ પછી મંદિરાવલિથી મંડિત બન્યું, જેમાં ગુર્જરેશ્વર કુમારપાલ ભૂપાળ દ્વારા સર્જિત એક મંદિરનોય સમાવેશ થાય છે.
આબુ તીર્થોદ્ધારક
૨૭૬
Page #289
--------------------------------------------------------------------------
________________
વિમલવસહી ના નિર્માણ પૂર્વે પણ આબુનું અસ્તિત્વ તો હતું જ ! પણ “વિમલવસહીએ અસ્તિત્વને વિશ્વ-પ્રસિદ્ધિ આપવામાં જે ફાળો આપી ગઈ, એ ફાળો હજી આજેય અપ્રતિમ જ રહ્યો છે.
આબુના દેલવાડા-અચલગઢ વિસ્તાર પાસે ઠીક ઠીક હિન્દુ મંદિરો છે, ગુફાઓ છે, શ્રાવણ-ભાદરવા અને નખી જેવાં તળાવો છે, કિલ્લાઓ અને કુંડો છે, આશ્રમો છે, ગુરુશિખર, દૂધવાડી, દેડકાકાર ખડકો, સનસેટ ને પાલનપુર જેવાં પોઈન્ટો તેમજ આવું નાનું-મોટું ઘણું ઘણું છે ! પણ આ બધું હોવા છતાં જો આબુના જમા ખાતે દેલવાડા અચલગઢનાં જૈનમંદિરો ન હોત, તો આ આબુ વિશ્વપ્રસિદ્ધ ન હોત ! આમ, આબુની વિશ્વપ્રસિદ્ધિનો પાયો “વિમલવસહી' આદિ અનેક જિનાલયોની એક શ્રેણી છે, એનો કોઈ ઈન્કાર કરી શકે તેમ નથી ! આની કોરણી-કારીગરી અને શિલ્પવિષયક વિખ્યાતિ સાંભળ્યા બાદ આકર્ષિત બનીને આવતા અસંખ્ય યાત્રિકોના અંતરનો એકાદ પણ ખૂણો, પ્રશમરસને ઝરાવતી જિનપ્રતિમાઓના દર્શને અહોભાવ ધરાવીને નમ્ર બનતો જ હશે, અને આ પુણ્યનો પુરવઠો એના સર્જકો સુધી અવશ્ય પહોંચતો જ હશે ! કારણ કે આવા આશયની અનુમોદનાનું અનુસંધાન સર્જન અને સર્જક વચ્ચે, પાયાથી પ્રારંભીને પ્રાસાદ-શિખરની પૂર્ણાહુતિની પળો સુધી અખંડ રહેતું આવ્યું હોય, એ સુસંભવિત છે. - દૂધ જેવા ધવલ અને અત્યંત સૂક્ષ્મ કોતરણીને કારણે સ્ફટિક જેવા જણાતા જેના ઘુમ્મટોમાં સદૈવ વિકસિત પોયણાનાં અધોમુખી ઝૂમખાં મંડપે મંડપે ઝૂલી રહ્યાં છે, એ વિમલવસહી વિમલવસહી જ છે ! કારણ કે ભારતવર્ષીય સર્વોત્તમ શિલ્પકળાઓનું એ સંગમધામ છે. ગુજરાતના અમાપ ગૌરવને અને જૈનત્વની જ્વલંત જાહોજલાલીને ગાતું એ સંગીત ધામ છે. એનાં તોરણે-તોરણે, ગોખે-ગોખે, ખંભસ્તંભે ને મંડપે-મંડપે ભારતીય શિલ્પ, એક ગુર્જર વેપારીની ભગવદ્ભક્તિ-કેન્દ્રિત કલાપ્રિયતા અને તત્કાલીન શિલ્પ-કૌશલ્યનો વૈભવ મંત્રીશ્વર વિમલ 26 ૨૭૭
Page #290
--------------------------------------------------------------------------
________________
ઊભરાઈ રહ્યો છે. ધર્મરત્નને મૂળનાયક રૂપે મંદિરોમાં પ્રતિષ્ઠિત બનાવીને, એના મંડપોમાં કળા અને શિલ્પનો સુભગ સંગમ સાધવાની કેવી ઉદારતા, કેવી સંસ્કારિતા અને કેવી સમર્પણ-ભાવના ગુજરાતની વણિક તરીકે વિખ્યાત જૈન આલમ ધરાવતી હતી, એનો આજેય સાક્ષાત્કાર કરાવતાં આબુનાં એ દહેરાં કુશળમાં પણ કુશળ કારીગરોનેય સ્તબ્ધ કરી દે, એવી કળાની કુટિર સમાં છે, આ કુટિરમાં પણ એટલી બધી સમૃદ્ધિ છે કે, એને રક્ષવા કુદરત પણ કિલ્લા તરીકેનું કર્તવ્ય દિનરાત ખડેપગે અદા કરવામાં ગૌરવ અનુભવી રહે છે.
વિમલવસહી અજોડ છે, કારણ કે એની છતો અને એના ઘુમ્મટોમાં આરસની જડતાને દાબી દઈને ઊપસી આવેલી આકૃતિઓ અને વ્યક્તિઓ જાણે સજીવ-ભાવની તરવરાટભરી વિવિધતા માણી રહી છે અને વર્તમાન યુગની શિલ્પ-દરિદ્રતા સામે હળવું હસી રહી છે, જેવા અંગમરોડ આજના નૃત્ય વિશારદો પણ ન લઈ શકે, એ જાતની અંગભંગીઓને પૂતળીઓના પાષાણમાં સજીવન બનાવનાર કલ્પનાશીલ અને ઊર્મિ-સમૃદ્ધ એ કાળનું શિલ્પકૌશલ્ય જ્યાં ડગલેપગલે નીરખવા મળે છે, એ ‘વિમલવસહી’ ગુજરાતના જૈન સ્થાપત્યોમાં જ નહિ, પણ ભારતભરનાં શિલ્પ-સ્થાપત્યોની સૃષ્ટિમાં મુકુટમણિ તરીકે શોભી રહ્યું છે.
વિમલવસહી એ કારણે પણ વિમલવસહી જ છે કે, આના સર્જન પછી આની સમકક્ષામાં પણ ઊભી શકે, એવું સ્થાપત્ય સર્જવાની ભક્તિ-શક્તિનું પ્રાગટ્ય જોવા-સાંભળવા મળતું નથી. આની પછી પાંચસો વર્ષ બાદ સર્જાયેલા તાજમહેલનો સર્જક એ કાળનો એક મહાસામ્રાજ્યનો માલિક હતો અને પોતાની પ્રિયતમાની સ્મૃતિ એમાં પ્રેરક હતી, છતાં એ તાજમાં એવું શિલ્પ કંડારી શકાયું નથી, કે જે વિમલવસહીની કળા-ચાતુરીની ચરણરજ તરીકેય શોભી શકે ! વિમલવસહી અને તાજની એક સુંદર સમાલોચના કરતી શ્રી રત્નમણિરાવ ભીમરાવે કુમાર માસિકમાં જે ઉદ્ગારો વર્ષો પૂર્વે રજૂ કર્યા છે, એનું
આબુ તીર્થોદ્વારક
૨૭૮
Page #291
--------------------------------------------------------------------------
________________
અહીં અવતરણ કરવાનું મન રોકી શકાય એમ નથી. કારણ કે વિમલવસહી વિમલવસહી જ છે, આ ધ્રુવ-પંક્તિમાં એ પોતાનો સૂર મિલાવી રહ્યું હોય, એમ લાગે છે :
દલવાડામાં કુલ પાંચ મંદિરો છે. પણ વિમલવસહીની તોલે તો હિંદનું બીજું કોઈ મંદિર આવી શકે એમ નથી. તેમાં શ્રી આદિનાથ તીર્થકરની ભવ્ય મૂર્તિ છે, એમાં ચક્ષુ તરીકે રત્નો જડ્યાં છે, બહારથી જોતાં તો આ મંદિર એટલું બધું સાદું દેખાય છે કે, અંદરની ભવ્યતાનો ખ્યાલ ભાગ્યે જ કોઈને આવી શકે. અત્યારે પણ આ દેવાલયો ગુર્જરસંસ્કૃતિનું ખરેખરું મૂર્ત સ્વરૂપ બતાવે છે. ઘણા દર્શકો આની સાથે મોગલ સમ્રાટ શાહજહાંની હૃદયેશ્વરીની જગવિખ્યાત આરામગાહ તાજ મહાલને સરખાવે છે. પરંતુ દેલવાડાનાં આ મંદિરોમાં અને આના ઇતિહાસમાં તાજ કરતાં ચાર વેંત ચઢે તેવી અનેક વિશેષતાઓ જોઈ શકાય છે.
તાજ અનન્ય સ્ત્રી પ્રેમથી બંધાયો છે, દેલવાડાનાં દહેરાસરો જૈનોની ભક્તિ, કર્મ કરવા છતાં ઉદ્ભવેલો વિરાગ અને અપરિમિત દાનશીલતાથી બંધાયાં છે. તાજ એની આજુબાજુનાં મકાનો, દશ્યો, નદી, બાગ વગેરેની સમગ્રતામાં જ રમ્ય લાગે છે, જ્યારે વિમલવસહીનો એક એક થાંભલો, તોરણ, ઘુમ્મટ કે ગોખ અલગ અલગ જુઓ, તો પણ રમ્ય લાગે છે. તાજનો આવો અકેક ટુકડો જોવો નહિ ગમે. તાજ એટલે આરસનું એક ગંજાવર રમકડું ! દેલવાડા એટલે એક મનોહર આભૂષણ ! તાજ એટલે એક મહાસામ્રાજ્યના મેજ ઉપરનું પેપરવટું ! દેલવાડાનાં મંદિરો એટલે ગુર્જરીના લાવણ્યનું પૂર વધારતા હીરાના સુંદર કર્ણપૂરો-એરિંગો !
તાજની રંગબેરંગી જડિત-કામની નવીનતા બાદ કરીએ, તો શિલ્પકળા અને કારીગરોમાં દેલવાડાની દિવ્યતા ચડે એવી છે. એ નવીનતા તો સમય-ભેદને લીધે પણ હોઈ શકે, આ બંનેના સમય વચ્ચે પાંચ સદીઓનો ગાળો છે. તાજ કરતાં દેલવાડાનાં મંદિરો પાંચસો વર્ષ મંત્રીશ્વર વિમલ છે ૨૭૯
Page #292
--------------------------------------------------------------------------
________________
જૂનાં છે, આ ભૂલવું ન જોઈએ ! અને સૌથી અગત્યની વાત તો એ છે કે, વિમલવસહી એક ગુર્જર-વણિકે ભગવદ્ભક્તિથી પ્રેરાઈને બંધાવ્યું છે. તાજના પથ્થરોમાં રાજ-સત્તાની વેઠના નિસાસા છે, દેલવાડામાં મંત્રીશ્વર વિમલશાહ અને મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલ જેવા ગુર્જર જૈન-વણિકોની ઉદારતાથી ઉદ્ભવેલા શિલ્પીઓના આશીર્વાદ છે અને તેથી જ વેઠના ત્રાસથી મુક્ત એ શિલ્પીઓએ પૂર્ણ સંતોષ મળ્યાથી પોતે જ એક મંદિર દેલવાડામાં બાંધી, એ અપૂર્વ દેવનગરીમાં એકનો ઉમેરો કર્યો છે. તાજમાં તો કારીગરોને રોજના પૈસા પણ પૂરતા મળ્યા નથી. એકનો બંધાવનાર મહાસમ્રાટ, બીજાનો બંધાવનાર એક ગુજરાતી વણિક વિમલશાહ ! જે સંસ્કૃતિએ આવા નર નિપજાવ્યા છે, તેની મહત્તા આજ સુધી કાયમ છે.
દંડનાયક વિમલ જો દંડનાયક હતા, તો પછી એમની અમર સર્જના વિમલવસહી વિમલવસહી જ રહી હોય, એમાં આશ્ચર્ય શું છે ! અને યુગ યુગ સુધીના અનાગતના ઓવારે પણ વિમલવસહી વિમલવસહી જ રહેશે, એમ અંતરમાંથી અહોભાવભર્યો અવાજ સંગીતના સાજ સાથે રેલાતો હોય, તો એમાંય આશ્ચર્ય શું છે !
૨૮૦
આબુ તીર્થોદ્વારક
Page #293
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
આબુતીર્થનો અંતિમ જીર્ણોદ્ધાર
-- ૫૦૦ વર્ષ બાદ પુનઃ પ્રતિષ્ઠા – મંત્રીશ્વર વિમલના અમર સર્જન સમા “વિમલવસહીના નિર્માણથી આબુગિરિ તીર્થ તરીકે પુનઃ પ્રસિદ્ધિ પામ્યું. આ પછી એમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જ રહી છે. અણહિલપુર પાટણના રાજવી ભીમરાજના મહામંત્રી અને ચંદ્રાવતીના દંડનાયક શ્રી વિમલે ધર્મદાતા પૂ. આચાર્ય ભગવંત શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજાનો સદુપદેશ પામીને આબુતીર્થના ઉદ્ધારનું કાર્ય કરીને વિ. સં. ૧૦૮૮ની સાલમાં સદુપદેશક ઉપરાંત પૂ. આચાર્યદેવ શ્રી વર્ધમાનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અંજન શલાકા-પ્રતિષ્ઠાનો પ્રસંગ ઊજવ્યો. એ સમયની એક સુવર્ણ-મુદ્રાનું મૂલ્ય અંદાજે આજે ૨૫ રૂપિયા આંકીએ તોય આબુ-તીર્થ પર ભૂમિસંપાદન પાછળ જ વિમલમંત્રીશ્વરે ૪ કરોડ, પ૩ લાખ અને ૬૦ હજાર રૂપિયાનો અને “વિમલવસહી'ના નિર્માણ પાછળ ૧૮ કરોડ, પ૩ લાખ રૂપિયાનો સદ્વ્યય કર્યો હતો. અનેક દૃષ્ટિએ અદ્ભુત આ વિમલવસહીના નિર્માણ પછી અનેક મંદિરોનું આબુ પર નિર્માણ મંત્રીશ્વર વિમલ ર૦ ૨૮૧
Page #294
--------------------------------------------------------------------------
________________
થતું રહ્યું. વિ. સં. ૧૩૭૮ની સાલમાં વિમલવસહીનું ઉદ્ધાર કાર્ય થયું. આ પૂર્વે વિ. સં. ૧૨૦૦ ની સાલમાં દેરીઓનું જીર્ણોદ્ધાર-કાર્ય થવા પામ્યું હતું.
વિમલવસહી'ની જેમ આબુગિરિ પર બીજી બીજી પણ વસહીઓનું કાળક્રમે નિર્માણ થવા પામ્યું. જેનાં નામ છે : લૂણવસહી, પિત્તલહર, ખરતરવસહી અને મહાવીરસ્વામી મંદિર ! આમ કુલ પાંચ જિનાલયો અત્યારે આબુતીર્થ પર વિદ્યમાન છે. અચલગઢનાં મંદિરો વધારામાં !
લૂણવસહીનું નિર્માણ મંત્રીશ્વર શ્રી વસ્તુપાલ-તેજપાલની બાંધવબેલડીએ તેજપાલના પુત્ર લાવણ્યસિંહના આત્મકલ્યાણ અર્થે કર્યું હતું. પિતા આસરાજના સ્વર્ગગમન પછી સુહાલક ગામનો ત્યાગ કરીને વસ્તુપાલ-તેજપાલ માતા કુમારદેવીની સાથે ગુજરાતમાં આવેલ માંડલગામમાં રહેવા આવ્યા. પછી પુણ્ય-પ્રભાવ ફેલાતાં વસ્તુપાલતેજપાલ વરધવલ રાજવીના મહામંત્રી બન્યા અને ધોળકા તેમજ ખંભાતનો પૂરેપૂરો અધિકાર આ બાંધવબેલડીના હાથમાં આવ્યો. એમાં સમગ્ર રાજ્યના સંરક્ષણની જવાબદારી તેજપાલના શિરે સ્થાપિત કરવામાં આવી. આબુના રાજવી પરમાર સોમસિંહની અનુમતિથી લૂણવસહીનું નિર્માણ થવા પામ્યું, વિ. સં. ૧૨૮૭ની સાલમાં પૂ. આચાર્ય ભગવંત શ્રી સેનસૂરીશ્વરજી મહારાજની પુણ્યનિશ્રામાં શ્રી નેમિનાથ સ્વામી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા લૂણવસતીમાં થવા પામી. અભુત હસ્તીશાળા આદિથી મંડિત લૂણવસહીના નિર્માણ પાછળ મંત્રીશ્વરોએ અઢળક દ્રવ્યવ્યય કર્યો. વિ. સં. ૧૩૭૮ની સાલમાં સંઘપતિ શ્રી પેથડશાહે “લૂણવસહી'નો જીર્ણોદ્ધાર કર્યો. લૂણવસહીના આંગણાને શોભાવતી ચાર દેરીઓ ગિરનારજીની ટૂક તરીકે પ્રસિદ્ધ છે. “પિત્તલહર”નું નિર્માણ ચોક્કસ કઈ સાલમાં થયું, એ કહી શકાય એમ ન હોવા છતાં ઉપલબ્ધ પ્રમાણો મુજબ એવું તારવી શકાય કે, વિ. સં. ૧૩૭૮ થી ૧૪૮૯ની સાલ સુધીના વચગાળામાં
૨૮૨ ૯ આબુ તીર્થોદ્ધારક
Page #295
--------------------------------------------------------------------------
________________
શ્રી ભીમશ્રેષ્ઠીએ “પિત્તલહર' નું નિર્માણ કર્યું હોવું જોઈએ અને અમદાવાદથી સંઘ સાથે આબુ આવીને શ્રી આદિનાથ ભગવાન આદિ જિનબિંબોનો પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો હોવો જોઈએ. આ પછી વિ.સં. ૧૫રપમાં અમદાવાદના રાજા મોહમ્મદ બેગડાના મંત્રી શ્રી સુંદર અને શ્રી ગદાએ પિત્તલહર મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને પૂ.આ.શ્રી લક્ષ્મીસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવ્યો.
“ખરતરવસહી ની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૨૫ની સાલમાં થવા પામી. ત્રણ માળ ધરાવતું અને સૌથી વધુ ઊંચું આ જિનાલય ખરતર ગચ્છીય શ્રાવકો દ્વારા નિર્મિત છે અને ચૌમુખજી મંદિર તરીકે પ્રસિદ્ધ છે. સિલાવટો કા મંદિર' તરીકે પણ ઓળખાય છે. ૧૩૩ સ્તંભો અને ૪૭ મંડપોથી આ મંદિર સુશોભિત છે. આમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ સ્વામી આદિ જિનબિંબોની ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનચન્દ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા થવા પામી હતી.
આમ, આજે વિમલવસહી, લૂણવસહી, પિત્તલહર, ખરતરવસહી તથા શ્રી મહાવીરસ્વામી જિનાલય : આ પાંચ પ્રમુખ મંદિરોથી મંડિત આબુતીર્થ વિશ્વવિખ્યાત છે અને અનેક ભાવિકોને તારક આલંબન પૂરું પાડી રહ્યું છે. આ તીર્થનો વહીવટ વર્ષોથી શેઠ શ્રી કલ્યાણજી પરમાનંદજી પેઢી (સિરોહી-રાજસ્થાન) દ્વારા થઈ રહ્યો છે. વિ. સં. ૨૦૦૭થી વિ. સં. ૨૦૧૯ સુધીના સમયગાળામાં શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી (અમદાવાદ) હસ્તક આબુમંદિરોનું જીર્ણોદ્ધાર-કાર્ય થવા પામ્યું, મંદિરની જૂની કોતરણી આદિને યથાવત્ જાળવી રાખીને આ જીર્ણોદ્ધાર થવા પામ્યો. તે સમયે મૂળનાયક ભગવંતો-પ્રતિમાજીઓ આદિને ચલિત કરવામાં આવ્યા. આ પછી વિ. સં. ૨૦૩૩ની સાલમાં પૂ. આચાર્યદેવશ્રી સુશીલસૂરીશ્વરજી મહારાજના સદુપદેશ દ્વારા આબુના મંદિરો પર ધ્વજ-દંડ ને કળશ સ્થાપન કરવાનું પેઢી દ્વારા નક્કી કરવામાં આવ્યું. મંત્રીશ્વર વિમલ ર૦ ૨૮૩
Page #296
--------------------------------------------------------------------------
________________
શેઠ શ્રી કલ્યાણજી પરમાનંદજી પેઢીના આગેવાનોની ભાવના આબુતીર્થમાં પ્રતિષ્ઠાદિ પ્રસંગો ખૂબ જ ભવ્ય રીતે ઊજવવાની હતી, એથી તેઓ વિ. સં. ૨૦૩૫ની સાલમાં રાજકોટ નજીક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની સેવામાં ઉપસ્થિત થયા અને તેઓશ્રીએ આબુના પ્રતિષ્ઠા મહોત્સવમાં નિશ્રાદાતા તરીકે પધારવા માટે આગ્રહભરી વિનંતી કરી. જેનો પૂજ્ય આચાર્યદિવશ્રીએ સ્વીકાર કરતાં પેઢીનો આનંદ નિરવધિ બન્યો. પેઢીની ભાવના પ્રતિષ્ઠાપ્રસંગ અતિભવ્યતાથી ઊજવવાની હતી. એથી પેઢીએ અન્ય અન્ય સમુદાયના અનેક પૂ. આચાર્યદેવાદિ અને મુનિભગવંતોને વિનંતી કરી.
પરમ શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ આબુપ્રતિષ્ઠા પ્રસંગે પધારવાની વિનંતી સ્વીકારી, એથી પેઢીના કાર્યકર્તાઓ તેમજ અનેક સંઘો ઉલ્લસિત બની ઊઠ્યા. પ્રતિષ્ઠાદિની તડામાર તૈયારીઓ થવા માંડી. આ સમાચાર ઠેર ઠેર ફેલાતાં બધે જ આનંદમંગલનું વાતાવરણ છવાઈ ગયું. અને વિ. સં. ૨૦૩૫ના વૈશાખ વદ ૧૦ (૨૧-૫-૧૯૭૯)ના શુભદિને પૂજ્યશ્રીની આબુમાં પધરામણી થતાં આબુના પ્રતિષ્ઠા-પ્રસંગમાં જે રંગ-ચંગ ઉમેરાયો, એ સ્વયં એક ઇતિહાસ બની જવા પામ્યો.
આબુના આંગણે ૫૦૦-૫૦૦ વર્ષો બાદ વૈશાખ વદ ૧૦ થી જેઠ સુદ ૫ (તા. ૩૧-૫-૧૯૭૯) સુધીના દિવસો સુધી ઊજવાયેલો એ પ્રતિષ્ઠા-મહોત્સવ અનેક રીતે અનોખો, અનેક રીતે આદર્શભૂત અને અનેક રીતે ઐતિહાસિક તેમજ અવિસ્મરણીય બની જવા પામ્યો. આબુ જેવું વિશ્વપ્રસિદ્ધ તીર્થ અને પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જેવા અત્યુત્કૃષ્ટ પુણ્યાઈના સ્વામીની નિશ્રા ! પછી પ્રતિષ્ઠાપ્રસંગના રંગમાં, ઉમંગમાં અને સંઘના ઉછરંગમાં શી કમીના રહે ! પૂરા ભારતવર્ષના જૈનસંઘો માટે શ્રદ્ધા-ભક્તિ અને આકર્ષણનું કેન્દ્ર બનનારા એ પ્રતિષ્ઠા-પ્રસંગનું હૂબહૂ શબ્દચિત્ર જાણવા-માણવા, જ્યાં એ પ્રસંગનો પ્રત્યક્ષ પ્રેક્ષક પણ પૂરેપૂરો સમર્થ-સફળ ન બની શક્યો
૨૮૪ આબુ તીર્થોદ્ધારક
Page #297
--------------------------------------------------------------------------
________________
હોય, ત્યાં કલમને તો આવી સફળતા ક્યાંથી સાંપડી શકે ? છતાં ૫૦૦ વર્ષની સમયાવધિ બાદ આબુના આંગણે ઊજવાયેલા એ પ્રતિષ્ઠા-પ્રસંગની નેત્રદીપક થોડીક વિરલ વિશેષતાઓનો ઉલ્લેખ આત્મસંતોષ ખાતર પણ કરવો જ રહ્યો.
• પૂ. આ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની વાણીની વેધકતા અને પ્રભાવકતા સૂચવતો એક પ્રસંગ પ્રતિષ્ઠાના દિવસો દરમિયાન બની ગયો. મુખ્ય મંદિરોના સુવર્ણથી રસેલ ધ્વજદંડ અને કળશો પેઢીએ દેવદ્રવ્યમાંથી બનાવરાવ્યા હતા. પૂજયશ્રીને થયું કે, આવા મહાન પ્રસંગે તો દાન-લાભ લેવાની હોડ અને દોડ જામે ! માટે સભામાં આ વાત રજૂ થાય, તો ધ્વજદંડ ને કળશનો સ્વદ્રવ્યથી લાભ લેનારા અચૂક મળી આવે. પેઢીના આગેવાનોનું આ વિષયમાં ધ્યાન ખેંચીને પૂજ્યશ્રીએ પ્રવચનમાં ફરમાવ્યું કે, ધ્વજ-દંડ અને કળશોના નિર્માણનો લાભ લેવા આવા પ્રસંગે તો રસાકસી જામે. ભગવાનના આટલા બધા ઉદાર ભક્તો જ્યાં ભેગા થયા હોય, ત્યાં ધ્વજદંડ આદિનું નિર્માણ સ્વદ્રવ્યથી કરવાની ભાવના ધરાવતા ભાવિકો ન મળી આવે શું? જૂના કાળમાં મંદિરોની જેમ ધ્વજ-દંડ કળશાદિ નિર્માણનો લાભ પણ સ્વદ્રવ્યથી જ મોટે ભાગે લેવાતો. આ આદર્શ આજે ભુલાતો જાય છે, છતાં તમે બધા ભક્તો જો ધારો, તો આવો આદર્શ ફરી જીવંત બનાવી શકો.
આ વેધક વાણી એકદમ ધારી અસર કરી ગઈ અને તરત જ ૧૦ ભાગ્યશાળીઓ સ્વદ્રવ્યથી આ લાભ લેવા ઊભા થઈ ગયા. આની પુણ્યઅસર એવી થવા પામી છે, જે જે ભાગ્યશાળીઓને દેરીઓની પ્રતિષ્ઠાનો લાભ મળ્યો હતો, એ ભાગ્યશાળીઓએ પણ પોતપોતાની દેરી પર પ્રતિષ્ઠિત થનારા કળશ ધ્વજદંડાદિનો લાભ સ્વદ્રવ્યથી લેવાની ભાવના વ્યક્ત કરી, આવી સ્વયંભૂ ઉદારતા દાખવનારા એ ભાગ્યશાળીઓને સમગ્ર સભાએ, વસરાઈ ગયેલા આદર્શને પુનર્જીવિત કરનારા પુણ્યશાળીઓ તરીકે એકી સ્વરે વધાવી લીધો. મંત્રીશ્વર વિમલ ર૦ ૨૮૫
Page #298
--------------------------------------------------------------------------
________________
આજે ચડાવાઓમાં અનેક સ્થળે લાખ્ખોની આવક થતી હોય છે, પણ એને ભરપાઈ કરવામાં વર્ષો નીકળી જતાં હોય છે. અને એક દૃષ્ટિએ ઉછામણીના બોલેલા પૈસા વર્ષો બાદ ભરનાર વ્યક્તિના પેટમાં થોડેઘણે અંશે ધર્માદા દ્રવ્ય જતું હોય છે. બોલીના પૈસા મોડા મોડા ભરનારા એનું વ્યાજ આપતા હોતા નથી, આપે તોય એ ઘણું ઓછું આપતા હોય છે. ઘણી વાર તો બોલેલી રકમમાંથી બોલ્યા કરતાં વધુ રકમ જેટલો લાભ રળી લેવામાં આવતો હોય છે. આવી વિષમ પરિસ્થિતિને નજર સમક્ષ રાખીને પૂ.આ.શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પ્રતિષ્ઠા-પ્રસંગનાં પ્રવચનો દરમિયાન વેધક વાણીમાં ફરમાવ્યું કે,
“જેઓ બોલી બોલે, તેમણે તરત જ પૈસા ચૂકવી દેવા, એ પહેલા નંબરની શાહુકારી છે. પરંતુ આજના વિષમકાળમાં વિષમ વ્યવહારને કારણે પાસે પૈસા ન હોય, તો આવ્યા બાદ તરત જ ચૂકતે કરવા જોઈએ, પણ આવેલ પૈસા પોતાના ઉપયોગમાં લેવા ન જોઈએ. મોડે મોડે દેવદ્રવ્યાદિના પૈસા ભરપાઈ કરવાની આજની ખોટી પ્રણાલિકાથી ઘણાના પેટમાં ધર્માદા દ્રવ્ય ગયું છે, એમ કહી શકાય. દુનિયાની શાહુકારી જુદી છે અને જૈનશાસનની શાહુકારી વળી જુદી જ અને અલૌકિક છે. વહેલામાં વહેલી ઉઘરાણી ને મોડામાં મોડી ચુકવણી આને ભલે દુનિયા હોંશિયારી ને શાહુકારી ગણે. પણ જૈનશાસન તો તેને જ શાહુકાર ગણે છે કે, બોલેલા પૈસા જે તરત જ ચૂકવી દે !
આજે શ્રીમંતોની પાસે પણ પોતાના પૈસા પોતાની પાસે નથી. માટે બોલી બોલીને તરત જ આપી શકાય એમ ન હોય, તોય જેવા પૈસા આવે કે તરત જ સૌ પ્રથમ બોલેલા પૈસા ચૂકવી દેવા જોઈએ. બોલી બોલતાં પૂર્વે આવું જાહેર કરવા જતાં કદાચ ઊપજ ઓછી થાય, તેનો વાંધો નહિ. અમારા પ્રતિષ્ઠા પ્રસંગમાં આટલી બધી ઊપજ થઈ, એમ કહેવડાવવાનો અભરખો ન હોય, પણ શાસ્ત્રવિધિ આંખ સામે હોય, તો જ આ વાત પર ભાર મૂકવાનું મન થાય, બોલી બોલતી
૨૮૬
આબુ તીર્થોદ્ધારક
Page #299
--------------------------------------------------------------------------
________________
વખતે દાનની જે ભાવના હોય છે, એની વૃદ્ધિ તરત જ રકમ ભરપાઈ કરવાથી થતી હોય છે. મોડે મોડે રકમ ભરવાથી દાનભાવનામાં ઘણી ઓટ આવવી સંભવિત છે. મોટી મોટી બોલીઓ બોલાયા બાદ આજે એને ઉઘરાવતાં ઉઘરાવતાં નાકે કેવો દમ આવી જતો હોય છે એનું તો વર્ણન થાય એમ નથી ! અહીં દાનનો મહોત્સવ ચાલે છે. દાનનો પ્રસંગ ઊભો થયો છે અને દાનની તક ઊભી થઈ છે, ત્યારે અમારે અમારું કર્તવ્ય અદા કરવા આવી ચેતવણી આપવી જ પડે. જગતમાં અજોડ કહી શકાય, એવાં આબુનાં આ મંદિરો માંગી માંગીને લાવેલ દ્રવ્યથી ઊભાં નથી થયાં, દેવદ્રવ્યના પૈસાથી પણ નથી બન્યાં, પરંતુ વિમલમંત્રી અને વસ્તુપાલ-તેજપાલ જેવા મંત્રીઓના પોતાના ન્યાયોપાર્જિત પૈસાથી ઊભા થયા છે. આનો જીર્ણોદ્ધાર થયો અને તમને અહીં ભગવાન પધરાવવાનો લાભ મળ્યો. બાકી તમે જ વિચારો કે, આવાં મંદિરો તમે આજે બંધાવી શકો ખરા ? આવા ભાવ પેદા થાય, તો જ લક્ષ્મીની મમતા મરી જાય, પછી બોલીના પૈસા તરત ચૂકવવાનું અમારે કહેવું ન પડે. જૂના કાળમાં શાહુકારો ઉધાર લાવીને ઘી પણ ન ખાતા, એ માનતા કે, ઉધાર લાવીને ઘી ખાવું, એના કરતાં લૂખું ખાવું સારું. ઉધાર આપીને વધારે કમાણીની આશા રાખે, તો દુઃખી જ થાય. એનું દૃષ્ટાંત આજની દુનિયાના વેપારીઓ જ છે. લક્ષ્મીની મમતા ઉતારવાની ઉત્તમ કોટિની ચાવી, એ બોલી બોલવાની તક છે, આટલું તમે બધા હૈયે કોતરી રાખો. - પૂજ્યશ્રીની આવી પ્રેરણાનું પરિણામ એ આવ્યું કે, પ્રતિષ્ઠા પ્રસંગે ભાવિકોએ ઉદારતાથી બોલી-ચડાવા લીધા અને ઘણાખરાએ તરત જ એની ચુકવણી કરી. પ્રતિષ્ઠાની બોલીઓની રકમ ચૂકતે કરવાની એ દિવસોમાં જ લાઇન લાગી, એ જોઈને શેઠ કલ્યાણજી પરમાનંદજી પેઢીના વહીવટદારો પણ આશ્ચર્યચકિત અને પ્રભાવિત બની ઊઠ્યા. ચડતે રંગે બોલી બોલ્યા પછી પડતે ઉમંગે મોડે મોડે એ બોલી-દ્રવ્ય ચૂકતે કરાયાની ફરિયાદ આજે જ્યારે વ્યાપક બનતી ચાલી છે, ત્યારે મંત્રીશ્વર વિમલ ૨૮૭
Page #300
--------------------------------------------------------------------------
________________
આબુનો આ દાખલો આદર્શભૂત અને અનુકરણીય બની રહે એવો નથી શું?
• પ્રતિષ્ઠાદિ વિધિઓની મહત્તા અને એનું રહસ્ય પૂજયશ્રી પ્રવચનમાં એવી રીતે સમજાવતા કે, પ્રતિષ્ઠાદિ પ્રસંગે લાભ લેનારાઓનો હૈયાનો ઉલ્લાસ ચરમસીમાએ પહોંચતો અને એમના મનમાં જાતજાતના મનોરથ પેદા થતા. બધી દેરીઓમાં પ્રતિષ્ઠાનો લાભ લેનારે ધ્વજદંડ-કળશનો સ્વદ્રવ્યથી લાભ લેવાની જાહેરાત કરી, તો એક ભાવિકે ૩-૩ આદેશો લઈને પ્રતિષ્ઠાદિનો લાભ લીધો, એટલું જ નહિ, પોતાને લાભ મળ્યો, એ મંદિરની દીવાલોને આરસથી મઢવાનો તેમજ ઘુમ્મટ વગેરેમાં રંગરોગાન કરાવવાનો લાભ સ્વદ્રવ્યથી લેવાની ભાવના એક ભાઈના હૈયામાં જાગી અને એ લાભ ઉદારતાથી લેવાની એમણે પેઢી સમક્ષ રજૂઆત કરી, ત્યારે જ સૌને વધુ પ્રમાણમાં એ ખ્યાલ આવ્યો કે, આવા પ્રસંગોનું રહસ્ય-મહત્ત્વ જો સમજાવવામાં આવે, તો એથી ભાવોલ્લાસ ને ભાવનાની કેટલી બધી વૃદ્ધિ થઈ શકતી હોય છે !
• પ્રતિષ્ઠા પ્રસંગ દરમિયાન જેઠ સુદ પ્રથમ ત્રીજની સાંજે આકાશમાં એકાએક વાવંટોળ ને વાવાઝોડાનું વાતાવરણ જામ્યું. એથી કેટલાક ટેન્ટો પણ ઊખડી ગયા. યાત્રિકો સલામત જગાએ પહોંચી ગયા. વાવાઝોડાની ગતિ જોતાં આખો પ્રસંગ વેરણછેરણ બની જાય, એવી ભીતિ એક વાર તો જાગી ઊઠી. પણ શ્રી આદીશ્વરદાદા ને શાસનદેવના પ્રભાવે આ વિનાશક વાવંટોળ થોડાંક અમીછાંટણા કરીને જ સમેટાઈ ગયો. જાણે બીજે દિવસે થનાર ચેત્યાભિષેકની પૂર્વભૂમિકા રચવા જ આ રીતે મેઘકુમાર પધાર્યા ને વિદાય થઈ ગયા !
• પ્રતિષ્ઠા પ્રસંગે રાજસ્થાન સરકાર તરફથી પ્રસંગે પ્રસંગે સુંદર સહકાર પ્રાપ્ત થયો. પ્રતિષ્ઠાના દિવસે આબુનાં કતલખાનાં સંપૂર્ણ બંધ રહ્યાં. મુંબઈ-અમદાવાદનાં પ્રસિદ્ધ દૈનિકો ઉપરાંત રાજસ્થાનમાંથી પ્રસિદ્ધ થતાં “રાજસ્થાન પત્રિકા, જલતે દીપ, નવજ્યોત, પ્રતિનિધિ,
૨૮૮ આબુ તીર્થોદ્ધારક
Page #301
--------------------------------------------------------------------------
________________
જનસત્તા” જેવાં દૈનિકોએ પણ પોતાના સમાચારોમાં આબુપ્રતિષ્ઠાના એ પ્રસંગને ઠીકઠીક અગ્રિમતા આપી. આબુનગરપાલિકા દ્વારા લેવાતો યાત્રિકવેરો, પ્રતિષ્ઠાના છેલ્લા મહત્ત્વના ૩ દિવસો દરમિયાન માફ કરવામાં આવ્યો. સરકાર તરફથી અમદાવાદથી આબુરોડ સુધીની ખાસ ટ્રેઇનોની સુવિધા યાત્રિકોને આપવામાં આવી. તેમજ વધુ એસ. ટી. બસો ફાળવવામાં આવી. આકાશવાણી ઓલ ઇન્ડિયા જયપુર કેન્દ્ર પરથી પૂજયશ્રીના નામોલ્લેખપૂર્વક આ પ્રતિષ્ઠાના સમાચારો અનેક વાર રીતે પ્રસારિત કરવામાં આવ્યા.
• આ રીતે ૫૦૦ વર્ષો બાદ આબુનાં પાંચેપાંચ જિનાલયોમાં એક સાથે ઊજવાયેલો એ પ્રતિષ્ઠા-પ્રસંગ સ્વયં જ એક ઇતિહાસ બની ગયો. સુવર્ણના અક્ષરોથી અંકિત એ ઇતિહાસમાં એક પછી એક સુવર્ણ પૃષ્ઠો ઉમેરાતાં જ રહ્યાં છે. આબુમાં ઊજવાયેલ ઉપરોક્ત પ્રતિષ્ઠા પ્રસંગ પછી પ્રતિવર્ષ સાલગીરીનો મહોત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઊજવાય છે. પેઢીના પૂરા સાથ-સહકારપૂર્વક પ્રતિષ્ઠાનો લાભ લેનારા મહાનુભાવો તરફથી સાલગીરીનો મહોત્સવ યોજાતો રહે છે.
૦ વિ. સં. ૨૦૪૮ની સાલમાં શ્રી છબીલદાસ સાકરચંદ પરિવારબટુકભાઈ તરફથી ઊજવાયેલ સાલગીરી મહોત્સવ દરમિયાન આબુતીર્થમાં એક અતિ જરૂરી કાર્યનું બીજારોપણ થવા પામ્યું. આબુ જેવા તીર્થમાં વહીવટ આદિનો ખર્ચ મોટો હોય, એ સ્વાભાવિક ગણાય. એની સામે સાધારણ ખાતાની એવી કોઈ સદ્ધર આવક ન હતી. એથી આ તીર્થમાં પરદેશી લોકોને ફોટો-ફિલ્મ આદિ લેવા પર પ્રતિબંધ મૂકી શકાતો ન હતો. કેમ કે આની આવકમાંથી જ તીર્થનો સાધારણ ખર્ચ નીકળતો હતો. તીર્થના વહીવટદારોને અને ભાવિકોને પણ ફોટા આદિની છૂટછાટને કારણે થતી આશાતનાનું દુઃખ તો હતું જ. માટે મહોત્સવ દરમિયાન સાધારણ તિથિની યોજના વિચારાઈ અને રૂપિયા ૧૧૦૦૧ /- ની એક તિથિ નક્કી કરાઈ. મહોત્સવ દરમિયાન સારી સંખ્યામાં તિથિઓ નોંધાયા બાદ આ યોજના મુજબ આજ સુધીમાં મંત્રીશ્વર વિમલ 26 ૨૮૯
Page #302
--------------------------------------------------------------------------
________________
લગભગ ૬૫૦ તિથિઓ નોંધાઈ જવા પામી છે. અને આના કારણે ફોટો-ફિલ્મની પ્રવૃત્તિ પર સંપૂર્ણ કડક પ્રતિબંધ મુકાતાં તીર્થ આશાતનાથી મુક્ત બનવા પામ્યું છે.
આબુતીર્થના અંતિમ જીર્ણોદ્ધાર બાદ પરમ શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં જે પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયો, એનો પ્રશસ્તિલેખ સંસ્કૃત ભાષામાં “વિમલવસહી મંદિરમાં આરસ પર અંકિત થવા પામ્યો છે અને એ જ પ્રશસ્તિલેખ હિન્દી ભાષામાં લુણવસહી મંદિરમાં આરસ પર અંકિત થવા પામ્યો છે. આ બંને શિલાલેખોમાં પ્રારંભે આબુનાં પાંચેપાંચ જિનમંદિરોની થોડીક ઐતિહાસિક માહિતી દર્શાવ્યા બાદ અંતિમ જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાની વિગતો ઉલ્લેખવામાં આવી છે. ઐતિહાસિક માહિતીનો સાર આ પરિશિષ્ટમાં પ્રારંભે જ રજૂ થઈ ગયો હોવાથી માત્ર પ્રતિષ્ઠાને લગતા શિલાલેખનું આ પછી અક્ષરશઃ અવલોકન કરીને સંતોષ માનીએ
अर्बुदगिरिमंडनश्रीऋषभदेवस्वामीने नमः
बालब्रह्मचारीश्रीनेमिनाथाय नमः प्रगटप्रभावीश्रीचिंतामणिपार्श्वनाथाय नमः
चरमतीर्थपतिश्रीमहावीरस्वामिने नमः
अनंतलब्धिनिधानायश्रीगौतमगणधराय नमः परमाराध्यपादपद्मेभ्यः श्रीमद् विजयानन्द कमल वीर दान
प्रेम रामचन्द्रसूरीश्वर सद्गुरुभ्यो नमः स्वस्ति श्री चरमतीर्थपति त्रिशलानन्दन आसन्नोपकारी श्रमण भगवान श्री महावीर परमात्मा के चरणयुगल से पावन बने हुए इस आबु पर्वत पर विमलवसही, पित्तलहर, लुणवसही, खरतरवसही और श्री महावीर स्वामी के नामों से जगत विख्यात अतिभव्य उन्नत सुन्दर शिल्पकलामय मनोहर पांच श्री जिनमंदिर शोभायमान हो रहे है । अर्बुदाचल शृंगार उपरोक्त
૨૯૦ આબુ તીર્થોદ્ધારક
Page #303
--------------------------------------------------------------------------
________________
पाँचो ही श्री जिनमंदिरो का अंतिम जीर्णोद्धार विक्रम संवत २००७ से २०१६ के बीच अखिल भारतीय जैन श्वेताम्बर मूर्तिपूजक श्री संघ प्रतिनिधि शेठ श्री आणंदजी कल्याणजी (पेढी) संघने करवाया था। और उसके लिए पित्तलहर मंदिर के मूलनायक के बिना प्रायः समस्त श्री जिनबिंबो का विधिपूर्वक उत्थापन किया था । इन पाँचो ही श्री जिनमंदिरो का प्रबन्ध शेठ श्री कल्याणजी परमानंदजी पेढी सिरोही वर्षों से कर रही है और गत तीस वर्षों से पेढी का कुशल संचालन प्रमुख श्री पुखराजजी जुहारमलजी सिंघी (सिरोही निवासी) कर रहे है । इस पेढीने विक्रम संवत २०३५ में उपरोक्त पांचो श्री जिनमंदिरोमें पूर्व उत्थापित समस्त श्री जिनबिंबो की ध्वजदंड और कलश स्थापनपूर्वक पुनः प्रतिष्ठा करवाने का शुभ निर्णय किया । और उसीको ध्यानमें रखकर इस प्रतिष्ठा महोत्सव के प्रसंग पर पधारने हेतु समग्र भारत के प्रत्येक समुदाय के पूज्य आचार्य भगवंतो, पूज्य मुनिभगवंतो तथा चतुर्विध श्री संघ को आग्रहपूर्वक निवेदन किया, तदनुसार श्रमण भगवान श्री महावीर परमात्मा की ७३वीं पाट परम्परा में हुए पांचाल देशोद्धारक कुमतस्वरूपस्थानकवासी सम्प्रदाय का त्याग करनेवाले, तत्त्वनिर्णय प्रासाद जैनतत्त्वादर्श, चतुर्थस्तुति निर्णय, ढुंढकमत समीक्षा, अज्ञानतिमिर भास्कर जैनमतवृक्षादि अनेक ग्रंथोकी रचना करनेमें चतुर, अपूर्व प्रतिभासंपन्न, संवेगीशाखा के प्रथम आचार्य आत्मारामजी के अपर नामसे सुप्रसिद्ध पू. आचार्य पुरन्दर श्रीमद् विजयानन्दसूरीश्वरजी महाराजा के अद्वितीय पट्टधर सद्धर्म संरक्षक निस्पृह शिरोमणि प्रौढ प्रतापी बडौदा कटोसन आदिके अनेक राजाओ को प्रतिबोध करनेवाले अखंड ब्रह्मचर्य के धारक आचार्य पुंगव श्रीमद् विजयकमलसूरीश्वरजी महाराजा के प्रथम पट्टधर और वचनसिद्ध पाठक-प्रवर श्री वीरविजयजी महाराज के शिष्यरत्न सकलागमरहस्यवेदि विविधप्रश्नोत्तरादि अनेक ग्रंथो के रचयिता ज्योतिर्विद् परम गीतार्थ आचार्यप्रवर श्रीमद् विजय दानसूरीश्वरजी महाराजा के पट्टालंकार सिद्धांतमहोदधि कर्मशास्त्र-निपुणमति सच्चारित्र चूडामणि મંત્રીશ્વર વિમલ ૨૯૧
Page #304
--------------------------------------------------------------------------
________________
कर्मसिद्धि-संक्रमकरण-मार्गणाद्वार आदि अनेक ग्रंथसमूह के शिल्पी परमाराध्यपादाचार्य देवेश श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के पाटरूपी उदयाचल पर सूर्यसमान तपागच्छाधिपति पावापुरी गंधारादि अनेक तीर्थोद्धारक संघस्थविर युगप्रधानतुल्य महाराष्ट्र देशोद्धारक परमशासनप्रभावक सुविशाल सुविहित साढे तीन सौ मुनिगण शिरोमणि सम्यक्त्वरत्न प्रदानैकनिष्ठ अपनी देशना शक्ति से श्री अरिहंतदेव तथा गणधरदेव की वाणी की स्मृति करवानेवाले, कई सालोंसे दुर्लभ बने हुए दीक्षामार्ग को सुलभ बनानेवाले व्याख्यानवाचस्पति और वर्तमान सर्वसमुदाय में मुख्य आचार्यदेव श्रीमद् विजयरामचन्द्रसूरीश्वरजी महाराजा की शुभनिश्रा में शेठश्री कल्याणजी परमानंदजी की पेढी सिरोही द्वारा शास्त्रानुसार एवं प्राचीन सुविहित परम्परानुसार चढावे बुलवाकर देवद्रव्य की महान वृद्धि करते हुए मूलनायक श्री ऋषभदेवस्वामी आदि समस्त जिनबिंबो का ध्वजदंड और कलश स्थापन करने के साथ ग्यारह दिन के महान महोत्सवपूर्वक वीरसंवत २५०५ विक्रमसंवत २०३५ की ज्येष्ठशुक्ला चतुर्थी ता. ३० मई १९८९ बुधवार के शुभमुहूर्त शुभलग्न तथा शुभ नवमांश में परमोल्लासपूर्वक प्रतिष्ठा करवाई है । इस ऐतिहासिक प्रतिष्ठा महोत्सव में उपरोक्त पूज्यपाद गच्छाधिपति के शिष्य प्रशिष्य पूज्य आचार्य विजयसुदर्शनसूरि महाराज, पू. आचार्यश्री महोदयसूरि महाराज, पू. पं. श्री भद्राननविजय गणी, पू. पं. श्री विचक्षणविजय गणी आदि विशाल मुनिगण की, पूज्य साध्वीजी जयाश्रीजी, पूज्य साध्वी श्री त्रिलोचनाश्रीजी आदि विशाल साध्वी समुदाय की तथा समस्त भारतवासी श्रावक श्राविकाओं की, इस प्रकार चतुर्विध श्री संघ की हजारो की संख्यामें उपस्थिति थी तथा समस्त भारतवासी श्री संघोने इस प्रसंग पर पधारकर पूजा-प्रभावना-सार्मिकभक्ति-चढावे-अभयदान और विशिष्ट धर्मकार्यो में लाभ लेकर अपूर्व शासनप्रभावना की है। जहां तक सूर्यचन्द्र की जगतमें स्थिति है वहां तक ये पांचो मंदिर वृद्धि को प्राप्त करे । श्री संघ का कल्याण हो । श्री युगादिदेव भवविरह प्रदान करे ।।
૨૯૨ " આબુ તીર્થોદ્ધારક
Page #305
--------------------------------------------------------------------------
________________
यावन्नीलनभस्तले सुविशदा नक्षत्रमालाक्षरा यावद् व्योमगृहप्रदीपनविधौ तौ पुष्पदन्तौ यतौ । यावत्सप्तकुलाचलाचलवहा धात्री धरित्री स्थिता, तावच्चैत्यमिदं श्रियं सुरगतेः प्रस्पर्धतां स्वश्रिया ॥
॥ इति मंगलम् ॥
આધાર:- “જિનવાણી પાક્ષિક આબુ તીર્થ પ્રતિષ્ઠા વિશેષાંક (वर्ष- 3 -२०/२२, रा. १५-७-१८७८)
મંત્રીશ્વર વિમલ
- ૨૯૩
Page #306
--------------------------------------------------------------------------
________________ 25 || નમું રાની || || નમો સાયરિયા || *સૂરિપદ રજતોત્સવ, વિ.સં.૨૦૪૭૨૦૭૨ 'સૂરિપદ ર जे पंचविहायारं आयरमाणा सया पयासंति / लोगयाणणुग्गह ते आयरिए नमसामि // પંચાચારને પાળતા જેઓ લોકાનુગ્રહ માટે હંમેશા પંચાચારનો ઉપદેશ આપે છે તે આચાર્યભગવંતોને હું નમસ્કાર કરું છું. પંચ પ્રસ્થાના પુણ્યસ્મૃતિ પ્રકારના સુરત પૃથ્વી જેવા સહનશીલ